Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Cererererererererererererererererererereretetere
* ભગવાનશ્રી કુંદકુંદ-કહાન જૈનશાસ્ત્રમાળા, પુષ્પ-૧૬૩ *
शुद्धात्मने नमः। શ્રી
સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
*
મૂળ ગાથાઓ, સંસ્કૃત છાયા અને પં. જયચંદ્રજી છાવડાની ભાષાટીકાના
ગુજરાતી અનુવાદ સહિત
*
: અનુવાદક :
સોમચંદ અમથાલાલ શાહ-કલોલ
:પ્રકાશક:
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ-૩૬૪૨૫૦ (સૌરાષ્ટ્ર)
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રથમ આવૃત્તિ : ૧૦૦૦
વીર સં. ૨૫૧૩
* વિ.સં. ૨૦૪૩
‘એ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા છે. વૈરાગ્યનો ઉત્તમ ગ્રંથ છે. દ્રવ્યનું સ્વરૂપ બતાવનારા ચાર શ્લોક અદ્ભુત છે. એ ચાર શ્લોક માટે આ ગ્રંથની રાહ જોતા હતા. ગઈ સાલ જેઠ માસમાં અમે મદ્રાસ ગયા હતા. કાર્તિકેયસ્વામી એ ભૂમિમાં બહુ વિચર્યા છે. એ તરફના નગ્ન ઊંચા અડોલવૃત્તિથી ઊભેલ પહાડ નીરખી સ્વામી કાર્તિકયાદિની અડોલ વૈરાગ્યમય દિગંબરવૃત્તિ યાદ આવતી હતી. તે સ્વામી કાર્તિકયાદિને નમસ્કાર.’
- શ્રીમદ્ રાજચંદ્ર
: મુદ્રક : જ્ઞાનચંદ જૈન
કહાન–મુદ્રણાલય, સોનગઢ-૩૬૪ ૨૫૦
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been kindly donated by Hevika Foundation (hastè Kamal, Vijen, Hemal Bhimji Shah and Family), London, UK who have paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Swamikartikeyanupreksha is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History Date
Changes
Version Number
001
|
15 Jan 2003
First electronic version.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકાશકીય નિવેદન
“ભગવાન શ્રી કુંદકુંદકહાનજૈનશાસ્ત્રમાળા'ના ૧૬૩મા પુષ્પરૂપે ગુજરાતી ભાષામાં સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષાનું આ બીજાં સંસ્કરણ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ દ્વારા પ્રકાશિત કરતાં અતિ પ્રસન્નતા અનુભવીએ છીએ. ગુજરાતી ભાષાનુવાદ યુક્ત આ ગ્રંથનું પ્રથમ સંસ્કરણ “શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનપ્રચારક ટ્રસ્ટ–અમદાવાદ તરફથી વિ. સં. ૨૦૦૭માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેના આધારે આ દ્વિતીય સંસ્કરણ મુદ્રિત કરવામાં આવ્યું છે.
બાળબ્રહ્મચારી અધ્યાત્મયોગી નિગ્રંથ દિગંબર મુનિવર શ્રી “સ્વામી કુમાર” અપરનામ “સ્વામી કાતિકય' પ્રણીત આ “અનુપ્રેક્ષાગ્રંથ' સમ્યજ્ઞાન-વૈરાગ્યનો અનુપમ બોધ આપનાર ઉચ્ચ કોટિનું એક મહાન શાસ્ત્ર છે. પ્રાકૃત ભાષામાં રચાયેલ આ પવિત્ર શાસ્ત્રમાં, વૈરાગ્યજનની અધૂંવાદિ બાર ભાવનાના અતિ ભાવવાહી તેમ જ રહસ્યગંભીર વર્ણનની સાથે સાથે, પ્રકરણના પ્રસંગ અનુસાર, વીતરાગ જૈનદર્શનનું પ્રયોજનભૂત તત્ત્વજ્ઞાન પણ અતિ સુંદર રીતે નિરૂપવામાં આવ્યું છે. “અનુપ્રેક્ષા ”ના આ ભાવવાહી મહાન ગ્રંથ ઉપર, અધ્યાત્મરસનુભવી બાળબ્રહ્મચારી સન્માર્ગપ્રકાશક પરમપૂજ્ય સદ્દગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ અધ્યાત્મરસભરપૂર સુંદર પ્રવચનો આપ્યાં છે. પૂજ્ય ગુરુદેવે “સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા ”નાં પ્રવચનોમાં જે અર્થગંભીર તેમ જ જ્ઞાન-વૈરાગ્યપ્રેરક અદભુત રહસ્યો ખોલ્યાં છે. તેમનાથી અનેક મુમુક્ષુ-હૃદયો પ્રભાવિત થયાં છે અને તેથી કેટલાક મુમુક્ષુ મહાનુભાવોની, ઘણા વખતથી અપ્રાપ્ય એવા આ મહાન ગ્રંથનું નવું સંસ્કરણ છપાવવાની માગણી હતી.
અધ્યાત્મયુગપ્રવર્તક પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીની પવિત્ર સાધનાભૂમિ અધ્યાત્મતીર્થધામ સુવર્ણપુરી (સોનગઢ)માં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪) સ્વાનુભવવિભૂષિત પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની, અધ્યાત્મસાધના તેમ જ દેવ-ગુરુભક્તિભીની મંગળ છાયાતળે પૂર્વવત્ જે અનેકવિધ ધાર્મિક ગતિવિધિ ચાલે છે તેના એક અંગરૂપ સત્સાહિત્ય પ્રકાશનવિભાગ દ્વારા જે આર્ષપ્રણીત મૂળ શાસ્ત્રો તથા પ્રવચનગ્રંથો વગેરે પ્રકાશિત કરવામાં આવે છે તે પૈકીનું આ એક નૂતન પ્રકાશન છે.
આ ગ્રંથનું સુંદર મુદ્રણ કરી આપવા બદલ ‘કહાનમુદ્રણાલય'ના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈનનો આભાર માનીએ છીએ.
તત્ત્વજ્ઞાન તેમ જ વૈરાગ્યરસથી ભરપૂર આ પવિત્ર ગ્રંથનું આત્માર્થના લક્ષે ઊંડું અવગાહન કરીને મુમુક્ષુ જીવો જ્ઞાનવૈરાગ્યરસભીની ભગવતી સાધના પ્રાપ્ત કરો !—એ જ, પ્રકાશનના શુભાવસરે મંગળ ભાવના.
દીપાવલી પર્વ, વિ.સં. ૨૦૪૩ (મહાવીર નિર્વાણ દિન)
સોનગઢ
પ્રકાશનસમિતિ શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨મપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates - - *શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ *
(હરિગીત) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ કાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટ્રપ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના! બાહ્યતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના.
| ( શિખરિણી), સદા દષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે, અને શસિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત) હૈયું “સત સત, જ્ઞાન જ્ઞાન” ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સર્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા). નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું હે જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
(સ્ત્રગ્ધરા) ઊંડી ઊંડી, ઊડથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહેતી, વાણી ચિક્યૂર્તિ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખાયેલું રત્ન પામું, મનરથ મનનો; પૂરજો શક્તિશાળી !
- હિંમતલાલ જે. શાહ -
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપોદ્યાત
દ્વાદશ અનુપ્રેક્ષા” અર્થાત્ “બાર ભાવના' વીતરાગ જૈનધર્મમાં આધ્યાત્મિક સાધનાનું એક મહત્ત્વપૂર્ણ ઉત્તમ અંગ છે. જિનાગમમાં તેનો, “સ ગુપ્ટિસમિતિધર્માનુપ્રેક્ષાપરીષહનયવારિત્ર:'એ રીતે, સંવરના ઉપાયમાં અંતર્ભાવ કરવામાં આવ્યો છે. તેની એક મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે-અઢી દ્વીપની,-પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહ–એ પંદરેય કર્મભૂમિમાં થનારા ત્રણે કાળના સર્વ તીર્થકરો, ગૃહસ્થદશામાં નિરપવાદ નિયમથી, આ બાર ભાવના ”ના ચિંતવનપૂર્વક જ વૈરાગ્યની સાતિશય વૃદ્ધિ પામીને, લૌકાંતિક દેવો દ્વારા નિયોગજનિત અનુમોદના થતાં, સ્વયં દીક્ષિત થાય છે.
અનુપ્રેક્ષા એટલે ભાવના, ચિંતવન, મનોગત અભ્યાસ, પરિશીલન, વૈરાગ્યભાવના. સંસાર, શરીર તેમજ ભોગ વગેરેના અનિત્ય, અશરણ, અશુચિ આદિ સ્વભાવનું-અંતરમાં નિત્ય, શરણ અને પરમ શુચિસ્વરૂપ નિજ ત્રિકાળશુદ્ધ જ્ઞાયક આત્માના લક્ષ તેમ જ સાધના સહિત-સંગ તેમ જ વૈરાગ્ય અર્થે ફરી ફરી ચિંતવન કરવું તે અનુપ્રેક્ષા છે. (૧) અનિત્ય-અનુપ્રેક્ષા, (૨) અશરણ-અનુપ્રેક્ષા, (૩) સંસાર-અનુપ્રેક્ષા, (૪) એકત્વ-અનુપ્રેક્ષા, (૫) અન્યત્વ-અનુપ્રેક્ષા, (૬) અશુચિત્વ-અનુપ્રેક્ષા, (૭) આસ્રવ-અનુપ્રેક્ષા (૮) સંવરઅનુપ્રેક્ષા, (૯) નિર્જરા-અનુપ્રેક્ષા, (૧૦) લોક-અનુપ્રેક્ષા, (૧૧) બોધિદુર્લભ-અનુપ્રેક્ષા અને ધર્મ-અનુપ્રેક્ષા-એ પ્રમાણે અનુપ્રેક્ષાના બાર ભેદ છે. આ બારેયના સ્વરૂપનું, ભવદુઃખશામક જ્ઞાનવૈરાગ્યની વૃદ્ધિ અર્થે, વારંવાર અનુચિંતન અવશ્ય કર્તવ્ય છે.
“અનુપ્રેક્ષા” વિષે પ્રાચીન આચાર્યોએ તેમ જ મધ્યકાલીન વિદ્વાનોએ પણ ઘણું લખ્યું છે. વીતરાગ દિગંબર સંતો ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે તેમ જ મુનિવર શ્રી કાર્તિકેયસ્વામીએ (અપર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭)
,
નામ ‘સ્વામી કુમારે ') તો આ વિષય ઉપર સ્વતંત્ર ગ્રંથો લખ્યા છે. શ્રી કુંદકુંદાચાર્યદેવની કૃતિ ‘બારસ-અણુવેક્ખા અને શ્રી કાર્તિકેય મુનિવરની કૃતિ ‘સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા' નામથી પ્રસિદ્ધ છે. તે બંને અનુપ્રેક્ષા-ગ્રંથોની અનેક આવૃત્તિઓ મુદ્રિત થઈને પ્રકાશિત થઈ ગઈ છે.
બાર અનુપ્રેક્ષાઓમાં પ્રત્યેક અનુપ્રેક્ષા દ્રવ્ય-અનુપ્રેક્ષા અને ભાવ-અનુપ્રેક્ષાના ભેદથી બે પ્રકારે છે. સાધકભાવરૂપ શુદ્ધપરિણતિમય અંતરંગ વિરક્તિની પુષ્ટિ અર્થે ભવ-તન-ભોગનાં અધ્રુવ, અશરણ અને અશુચિપણાનું તેમ જ સંસાર વગેરેનું વિકલ્પયુક્ત ચિંતન તે દ્રવ્ય અનુપ્રેક્ષા છે અને વિકલ્પયુક્ત ચિંતન સાથે જ્ઞાનીને અંતરમાં જ્ઞાનાનંદસ્વભાવી આત્માના અવલંબને વર્તતી જે વિકલ્પાતીત વીતરાગ શુદ્ધ પરિણતિ તે ભાવ-અનુપ્રેક્ષા છે. આ શુદ્ધ પરિણતિમય ભાવ-અનુપ્રેક્ષા જ સાધક જીવને સંવ-નિર્જરાનું કારણ છે; વિકલ્પયુક્ત ચિંતનમય દ્રવ્ય-અનુપ્રેક્ષા તો શુભ રાગ છે; તે તો આસવ-બંધનું કારણ છે, સંવ-નિર્જરાનું નહિ. સાધક જીવને જેટલે અંશે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ છે તેટલે અંશે તેને આસવ-બંધ થતો નથી, પરંતુ જેટલે અંશે શુભાશુભ રાગ છે તેટલે અંશે તેને નિયમથી આસવ-બંધ થાય છે. જ્ઞાનીને અંતરંગ શુદ્ધ પરિણતિ સાથે વર્તતા ‘અનિત્ય ’ આદિ ચિંતનના શુભ રાગને વ્યવહારે ‘અનુપ્રેક્ષા ’ કહેવાય છે, પરંતુ ‘અનુપ્રેક્ષા' તો સંવરનું કારણ હોવાથી, તે શુભરાગયુક્ત ચિંતન ૫રમાર્થે ‘અનુપ્રેક્ષા ' નથી, ‘ અનિત્ય ' આદિના ચિંતનકાળે વર્તતી અંતરંગ શુદ્ધ પરિણિત જ નિશ્ચય-અનુપ્રેક્ષા છે.
બાર અનુપ્રેક્ષાનું માહાત્મ્ય તેમ જ ફળ અચિંત્ય છે. અનાદિ કાળથી આજ સુધી જે કોઈ ભવ્ય જીવો પૂર્ણાનંદમય મુક્તદશાને પામ્યા છે તે બધા આ અનિત્ય આદિ બાર ભાવનાઓનું–એક, અનેક અથવા બધીયનું તત્ત્વતઃ અંતરંગ શુદ્ધિયુક્ત ચિંતન કે ધ્યાન કરીને જ પામ્યા છે. વિશેષ કહેવાની આવશ્યકતા નથી, એટલું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮) જ કહેવું પર્યાપ્ત છે કે ભૂતકાળમાં જે તીર્થકરો, ચક્રવર્તીઓ, બળદેવો, ગણધરો વગેરે શ્રેષ્ઠ પુરુષો સિદ્ધિને વર્યા અને જેઓ ભવિષ્યમાં વરશે તે બધું આ ભાવનાઓના તાત્ત્વિક શુદ્ધિયુક્ત ચિંતવનનું જ અચિંત્ય ફળ છે. ખરેખર, એ બધું જ્ઞાનવૈરાગ્યવર્ધક ભાવનાઓનું જ માહાભ્ય છે. આ બાર ભાવનાઓના ચિંતનનો નિરંતર અભ્યાસ કરવાથી આત્માર્થી જીવોનાં હૃદયમાં રહેલો કષાયરૂપ અગ્નિ બુઝાઈ જાય છે, પરદ્રવ્યો પ્રત્યેનો રાગભાવ ક્ષીણ થઈ જાય છે અને અજ્ઞાનરૂપ અંધકારનો વિલય થઈને જ્ઞાનરૂપ દીપકનો પ્રકાશ થાય છે. માટે મોક્ષે આત્માએ બાર ભાવનાઓનું તાત્ત્વિક ચિંતવન નિરંતર કરવું જોઈએ, કેમ કે અંતરંગ શુદ્ધિયુક્ત આ બાર ભાવના સમસ્ત વિભાવો તેમ જ કર્મોના ક્ષયનું કારણ થાય છે.
- અનિત્યાદિ બાર ભાવનાના તત્ત્વજ્ઞાનપૂર્વક ચિંતવનનું સામાન્યપણે પ્રયોજન એ છે કે ધર્મધ્યાનમાં જે પ્રવૃત્તિ કરે છે તેને આ દ્વાદશાનુપ્રેક્ષા આધારરૂપ છે, અનુપ્રેક્ષાના બળે ધ્યાતાપુરુષ ધર્મધ્યાનમાં સ્થિર રહે છે; વસ્તુસ્વરૂપમાં જે એકાગ્રચિત્ત થાય છે તે, તેનું વિસ્મરણ થતાં તેનાથી ચલિત થઈ જાય છે, પરંતુ વારંવાર તેને
એકાગ્રતા માટે જો ભાવનાનું આલંબન મળી જાય તો તે ચલિત નહિ થાય. માટે આત્મહિતના ઈચ્છક જીવોએ આ બાર ભાવના ભાવવી જોઈએ.
પ્રત્યેક ભાવનાનું વ્યવહાર-નિશ્ચય ચિંતવન નિમ્ન પ્રકારે મોક્ષેચ્છુ ભવ્ય જીવોએ કરવું જોઈએ.
અધ્રુવ-અનુપ્રેક્ષા : ઉત્તમ ભવન, સવારી, વાહન, શયન, આસન, દેવ, મનુષ્ય, રાજા, માતા, પિતા, કુટુંબી અને સેવક આદિ બધાય સંયોગો અનિત્ય અર્થાત્ છૂટા પડી જનાર છે. બધા પ્રકારની સામગ્રી-પરિગ્રહું, ઇંદ્રિયો, રૂપ, નીરોગતા, યૌવન, બળ, તેજ, સૌભાગ્ય અને સૌંદર્ય વગેરે બધુંય મેઘધનુષની જેમ નશ્વર છે. અહમિંદ્રનાં પદ, ચક્રવર્તી અને બળદેવ આદિની પર્યાયો-પાણીના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯) પરપોટા, ઇન્દ્રધનુષ, વિજળી અને વાદળાંની શોભા સમાન-ક્ષણભંગુર છે. જ્યાં, દૂધ અને પાણીની જેમ જીવ સાથે નિબદ્ધ, દેહુ પણ શીવ્ર નષ્ટ થઈ જાય છે ત્યાં ભોગોપભોગનાં સાધનભૂત પૃથકવર્તી પદાર્થો
સ્ત્રી આદિ પરિકરનો સંયોગ શાશ્વત કેમ હોઈ શકે? ન જ હોઈ શકે. અધ્રુવભાવનાનું નિશ્ચયથી ચિંતન આ પ્રમાણે કરવું કે પરમાર્થથી જ્ઞાનાનંદસ્વરૂપ આ આત્મા દેવ, અસુર અને નરેન્દ્રના વૈભવોથી ને શરીરાદિ પરપદાર્થોથી તદ્દન ભિન્ન ત્રિકાળશુદ્ધ તેમ જ શાશ્વત પરમ પદાર્થ છે. તત્ત્વજ્ઞાનપૂર્વક તેનું અનુપ્રેક્ષણ કરવાથી શાશ્વત સિદ્ધગતિ પ્રાપ્ત થાય છે.
અશરણ-અનુપ્રેક્ષા :- મરણ સમયે ત્રણે લોકમાં જીવને મરણથી બચાવનાર કોઈ નથી. મણિ, મંત્ર, ઔષધ, રક્ષક સામગ્રી, હાથી, ઘોડા, રથ અને સમસ્ત વિદ્યાઓ વગેરે કોઈ શરણ આપનાર નથી. સ્વર્ગ જેનો કિલ્લો છે, દેવો સેવક છે, વજ શસ્ત્ર છે અને ઐરાવત ગજરાજ છે એવા ઇંદ્રને પણ કોઈ શરણ નથી–તેને પણ મૃત્યુથી બચાવનાર કોઈ નથી. નવ નિધિ, ચૌદ રત્ન, ઘોડા, મત્ત ગજેન્દ્રો અને ચતુરંગિણી સેના વગેરે કાંઈ પણ ચક્રવર્તીને શરણરૂપ નથી. જોતજોતામાં કાળ તેને કોળિયો કરી જાય છે. તો પછી જીવને નિશ્ચયે શરણ કોણ છે? જન્મ, જરા, મરણ, રોગ અને ભય ઇત્યાદિથી આત્માનું રક્ષણ કરવાવાળો સર્વ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી ભિન્ન ત્રિકાળશુદ્ધ નિજ જ્ઞાયક આત્મા જ શરણ છે. આત્મા સ્વયં પંચપરમેષ્ઠીરૂપ પરિણમન કરે છે તેથી આત્મા જ આત્માનું શરણ છે.
સંસાર-અનુપ્રેક્ષા : જિનેન્દ્રદેવપ્રણીત અધ્યાત્મમાર્ગની અંતરમાં સમ્યક પ્રતીતિ તેમ જ પરિણતિ વિના જીવ અનાદિકાળથી જન્મ, જરા, મરણ, રોગ અને ભયથી પ્રચુર એવા પંચપરાવર્તનરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. કર્મોના નિમિત્તે આ જીવ સંસારરૂપી ભયાનક વનમાં ભ્રમણ કરે છે; પરંતુ નિશ્ચયનયે જીવ સદા કર્મોથી રહિત છે તેથી તેને સંસાર જ નથી. સંસારથી અતિકાન્ત નિજ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦) નિત્ય શુદ્ધ આત્મા ઉપાદેય છે અને સંસારદુ:ખોથી આક્રાંત ક્ષણિક દશા હેય છે-એવું ચિંતવન કરવું તે સંસાર-અનુપ્રેક્ષા છે.
એકત્વ-અનુપ્રેક્ષા : જીવ એકલો જ કર્મ કરે છે, એકલો જ દીર્ઘ સંસારમાં ભટકે છે, એકલો જ જન્મ-મરે છે અને એકલો જ ઉપાર્જિત કર્મોનાં ફળ ભોગવે છે. જીવ એકલો જ પુણ્ય-પાપ કરે છે અને એકલો જ તેના ફળમાં ઊંચ-નીચ ગતિ ભોગવે છે. નિશ્ચયનયે એકત્વનું અનુપ્રેક્ષણ કરનાર એમ ભાવે છે કે હું ત્રણે કાળે એકલો જ છું, મમત્વથી રહિત છું, શુદ્ધ છે તથા સહજ જ્ઞાન-દર્શન સ્વભાવથી પરિપૂર્ણ છું. આ શુદ્ધ એકત્વભાવ જ સદા ઉપાદેય છે. આત્માર્થી જીવે સદા આ પ્રમાણે એકત્વની વિચારણા–ભાવના કર્તવ્ય છે.
અન્યત્વ-અનુપ્રેક્ષા : માતા-પિતા, ભાઈ, પુત્ર તથા સ્ત્રી વગેરે કુટુંબીઓનો આ જીવ સાથે પરમાર્થે કોઈ સંબંધ નથી, બધાં પોતાનાં સ્વાર્થ વશ સાથે રહે છે. ઈષ્ટ જનનો વિયોગ થતાં આ જીવ શોક કરે છે પરંતુ આશ્ચર્ય છે કે પોતે સંસારરૂપી મહાસાગરમાં ગળકાં ખાઈ રહ્યો છે તેનો તો શોક કરતો નથી ! નિશ્ચયનયે અન્યત્વભાવનાનો ચિંતક એમ ચિંતવે છે કે આ જે શરીરાદિ બાહ્ય દ્રવ્યો છે તે બધાં મારાથી અન્ય છે. મારો તો, મારી સાથે ત્રિકાળઅનન્યભૂત સહજશુદ્ધ જ્ઞાનદર્શનમય નિજ આત્મા જ છે.
અશુચિત્વ-અનુપ્રેક્ષા : અશુચિમય એવું આ શરીર હાડકાંઓનું બનેલું, માંસથી લપેટાયેલું, ચામડાથી આચ્છાદિત, કીટસમૂહથી ભરપૂર અને સદા મલિન છે. વળી તે દુર્ગધથી યુક્ત, ધૃણિત, ગંદા મળથી ભરેલું, અચેતન, મૂર્તિક, સડણ-પડણ સ્વભાવવાળું છે, નશ્વર છે. નિશ્ચયનયે આ આત્મા અશુચિમય શરીરથી ભિન્ન, કર્મનો કર્મથી રહિત, અનંત સુખનો ભંડાર પરમશુચિમય તથા શ્રેષ્ઠ છે. આ રીતે સાધક જીવે અશુચિસ્વભાવના નિરંતર ભાવવી જોઈએ.
આસવ-અનુપ્રેક્ષા : મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧) યોગ-એ આસ્રવો છે ને કર્મબંધનું કારણ છે. પ્રત્યેકના ભેદ-પ્રભેદ તથા સ્વરૂપ જિનાગમમાં કહેલ છે. ભાવ તેમ જ દ્રવ્ય કર્મન્સવને કારણે જ જીવ સંસાર-અટવીમાં પરિભ્રમણ કરે છે. શુભાશુભ આસવને લીધે જીવ સંસારસાગરમાં ડૂબી જાય છે, માટે આસ્રવરૂપ કિયા મોક્ષનું કારણ નથી; જે શુભાસૂવરૂપ ક્રિયા જ્ઞાનીને હેયબુદ્ધિએ હોય છે તે પરંપરાએ મોક્ષનું કારણ વ્યવહારે કહેવાય છે. અશુભાસૂવરૂપ ક્રિયા તો મોક્ષનું કારણ છે જ નહિ, પરંતુ શુભાસવરૂપ ક્રિયા પણ મોક્ષનું કારણ નથી. આસ્રવરૂપ ક્રિયા દ્વારા નિર્વાણ થતું નથી. આસ્રવ સંસારગમનનું જ કારણ છે, માટે નિંદનીય છે. નિશ્ચયનયે જીવને કોઈપણ આસ્રવ નથી. તેથી આત્માને સદૈવ શુભાશુભ બંને પ્રકારના આસ્રવોથી રહિત ભાવવો જોઈએ.
સંવર-અનુપ્રેક્ષા : ચલ, મલિન અને અગાઢ દોષ ટળતાં નિર્મળ સમ્યકત્વરૂપી દઢ કમાડ દ્વારા મિથ્યાત્વરૂપી આસ્રવ બંધ થઈ જાય છે; પંચમહાવ્રતયુક્ત શુદ્ધ પરિણતિથી અવિરતિરૂપ આસ્રવનો નિયમથી નિરોધ થાય છે; અકષાયરૂપ શુદ્ધ પરિણતિથી કષાયરૂપ આગ્નવોનો અભાવ થાય છે અને અંતરંગ શુદ્ધિ સહિત શુભયોગની પ્રવૃત્તિ અશુભયોગનો સંવર કરે છે તથા શુદ્ધોપયોગ દ્વારા શુભયોગનો નિરોધ થઈ જાય છે; શુદ્ધોપયોગથી જીવને ધર્મેધ્યાન અને શુકલધ્યાન થાય છે, તેથી ધ્યાન સંવરનું કારણ છે.-એમ નિરંતર સંવરના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. પરમ નિશ્ચયનયે જીવને સંવર નથી, કેમ કે તે તો દ્રવ્યસ્વભાવે સદાશુદ્ધ છે. તેથી દ્રવ્યદૃષ્ટિએ આત્માને સદા સંવરભાવથી રહિત સદા પરિપૂર્ણ શુદ્ધ વિચારવો જોઈએ.
નિર્જરા-અનુપ્રેક્ષા : પૂર્વે બાંધેલાં કર્મોનું એકદેશ ખરી જવું તે નિર્જરા છે. જે કારણો સંવરનાં છે તે જ નિર્જરાનાં છે. નિર્જરાના બે ભેદ છે : (૧) સવિપાક અને (૨) અવિપાક. સવિપાક નિર્જરા, અર્થાત્ ઉદયકાળ આવતાં સ્વયં પાકીને કર્મો ખરી જાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨) તે, ચારેય ગતિઓના જીવોને હોય છે, અને અવિપાક નિર્જરા અંદર શુદ્ધ પરિણતિયુક્ત જ્ઞાનીને, વિશેષતઃ વ્રતી જીવોને તપ દ્વારા, થાય છે. પરમાર્થનયે ત્રિકાળશુદ્ધ જીવને નિર્જરા પણ નથી, તેથી દ્રવ્ય દષ્ટિએ આત્માને સદા નિર્જરાભાવથી રહિત એકરૂપ પૂર્ણ શુદ્ધ ચિંતવવો જોઈએ.
લોક-અનુપ્રેક્ષા : જીવાદિ પદાર્થોનો સમૂહ તે લોક છે. લોકના ત્રણ વિભાગ છે. અધોલોક, મધ્યલોક અને ઊર્ધ્વલોક. નીચે સાત નરક, મધ્યમાં અસંખ્યાત દ્વીપ-સમુદ્ર અને ઉપર ત્રેસઠ ભેદ સહિત સ્વર્ગ છે, અને સૌથી ઉપર મોક્ષ છે. અશુભોપયોગથી નરક અને તિર્યંચ ગતિ પ્રાપ્ત થાય છે, શુભોપયોગથી દેવ અને મનુષ્ય ગતિનાં સુખ મળે છે અને શુદ્ધોપયોગથી જીવને મોક્ષ પ્રાપ્ત થાય છે. તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.”—આ રીતે લોકના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ.
બોધિદુર્લભ-અનુપ્રેક્ષા : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન ને સમ્યફચારિત્રની એકતારૂપ શુદ્ધ પરિણતિ “બોધિ' છે; તેની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. તેની દુર્લભતાનો વારંવાર વિચાર કરવો તે બોધિદુર્લભ-અનુપ્રેક્ષા છે. કર્મોદયજન્ય પર્યાયો તેમ જ ક્ષાયોપથમિક જ્ઞાન હેદ્ય છે અને કર્મનિરપેક્ષ ત્રિકાળશુદ્ધ નિજ આત્મદ્રવ્ય ઉપાદેય છેએવો અંતરમાં દઢ નિર્ણય તે સમ્યજ્ઞાન છે. જ્ઞાયકસ્વભાવી નિજ આત્મદ્રવ્ય “સ્વ” છે અને બાકી બધું-દ્રવ્યકર્મ, ભાવકર્મ ને નોકર્મ“પર” છે. આ રીતે સ્વ-પરના ને સ્વભાવ-વિભાવના સ્વરૂપનું ચિંતવન કરવાથી હેય-ઉપાદેયનું જ્ઞાન થાય છે, અર્થાત્ સમસ્ત પરદ્રવ્ય ને પરભાવ ય છે અને સ્વદ્રવ્ય ઉપાદેય છે. નિશ્ચયનયે યઉપાદેયના વિકલ્પ પણ આત્માનું સ્વરૂપ નથી. મુનિરાજ ભવનો અંત લાવવા માટે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક “બોધિ ”નું વારંવાર અનુપ્રેક્ષણ કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩) ધર્મ-અનુપ્રેક્ષા : મોહ અને ક્ષોભ રહિત આત્માની નિર્મળ પરિણતિ “ધર્મ' છે. ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. સ્વાનુભૂતિયુક્ત નિજ શુદ્ધાત્મદર્શન વિના શ્રાવકધર્મ કે મુનિધર્મ-કોઈ ધર્મ સંભવી શકતો નથી. શ્રાવકધર્મના દર્શનપ્રતિમા આદિ અગિયાર ભેદ છે અને મુનિધર્મના ઉત્તમ ક્ષમા આદિ દસ ભેદ છે. શ્રાવકધર્મ મોક્ષનું પરંપરાએ કારણ છે અને મુનિધર્મ સાક્ષાત્ કારણ છે. માટે શુદ્ધ પરિણતિમાં શ્રાવકધર્મથી આગળ વધી જે મુનિધર્મમાં પ્રવૃત્ત થાય છે તે અત્યારસન્નભવ્યજીવ શીધ્ર મોક્ષ પ્રાપ્ત કરે છે. સમ્યગ્દષ્ટિ શ્રાવક કે મુનિનો જે વ્રતાદિ શુભપ્રવૃત્તિરૂપ આચારધર્મ છે તે પરમાર્થ “ધર્મ” નથી. પરંતુ નીચલી દશામાં નિર્મળ પરિણતિ સાથે તે હઠ વિના સહજ વર્તતો હોવાથી તેને ઉપચારથી “ધર્મ' કહેવામાં આવે છે. માટે શુભાસ્રરૂપ વ્રતાદિમય શ્રાવકધર્મ કે મુનિધર્મ-બંને ધર્મોમાં મધ્યસ્થ ભાવના રાખીને નિરંતર શુદ્ધ આત્માનું ચિંતન કરવું.
અહો ! પરમ વૈરાગ્યની જનની એવી આ બાર અનુપ્રેક્ષાઓનો મહિમા શું કથી શકાય ! આ બાર અનુપ્રેક્ષાઓ જ ખરેખર પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, આલોચના અને સમાધિ વગેરે છે. માટે આ અનુપ્રેક્ષાઓનું નિરંતર ચિંતન કરવું જોઈએ. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે નિશ્ચય અને વ્યવહારથી કથવામાં આવેલી આ અનુપ્રેક્ષાઓનું જે શુદ્ધ મનથી ચિંતવન કરે છે તે પરમ નિર્વાણને પામે છે.
પ્રાકૃતભાષામાં નિબદ્ધ ૪૯૧ ગાથા દ્વારા “સ્વામી કુમાર મુનિરાજે આ કાર્તિકેયાનુપ્રેક્ષામાં અનિત્યાદિ બાર ભાવનાઓની સાથે સાથે, તેમની સાથે બંધબેસતા અનેક વિષયોનું ઘણી જ સુંદર અને સુગમ રીતે નિરૂપણ કર્યું છે. તે તે વિષયનું નિરૂપણ કરનારી ગાથાઓની ભાષા એટલી સરળ, સ્પષ્ટ, મધુર અને તળસ્પર્શી છે કે એકાગ્રચિત્તે અધ્યયન કરનારને તેમાં ભરેલા, જ્ઞાન-વૈરાગ્યને સીંચનારા, ભાવોથી હૃદય આદ્યાદિત થઈ જાય છે. અધ્રુવ આદિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪) પ્રત્યેક અનુપ્રેક્ષાનું છે તે પ્રકારની શુદ્ધિએ પરિણત આત્મદ્રવ્યનું વૈરાગ્યપ્રેરક તેમ જ ઉપશાન્તરસયુક્ત હૃદયગ્રાહી ચિત્રણ આપીને તે તે અનુપ્રેક્ષાની પ્રાયઃ અંતિમ એક-બે ગાથામાં તે તે પ્રકારની શુદ્ધિએ પરિણત આત્મદ્રવ્યનું આલંબન દેતાં એવું મીઠું અને કરુણારસભીનું સંબોધન કર્યું છે કે જેનાથી ભવ્ય જીવોને રોમાંચ ખડા થઈ જાય. હે ભવ્યજીવ ! તું સમસ્ત વિષયોને ક્ષણભંગુર સાંભળી તેમ જ મહામોહ છોડી, તારા અંત:કરણને નિર્વિષય-વિષય રહિત કર, જેથી તું ઉત્તમ સુખને પ્રાપ્ત થઈશ.... હે ભવ્ય! તું પરમશ્રદ્ધાપૂર્વક દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ આત્માના શરણનું સેવન કર! આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવોને નિજ આત્મા સિવાય અન્ય કોઈ પણ શરણ નથી. હે ભવ્યાત્મા! સર્વપ્રકારે ઉદ્યમ કરી, મોહ છોડી તું એ આત્મસ્વભાવનું ચિંતવન કર કે જેથી સંસારપરિભ્રમણનો સર્વથા નાશ થાય. ...હે ભવ્યાત્મા! તું ઉદ્યમ કરીને જીવને શરીરથી સર્વ પ્રકારે ભિન્ન જાણ ! તેને જાણતાં બાકીનાં સર્વ પદ્રવ્યો તત્પણ છોડવા યોગ્ય ભાસશે.ઇત્યાદિ.
કાર્તિકયાનુપ્રેક્ષા “દ્વાદશ અનુપ્રેક્ષા' વિષયનો સંભવતઃ સૌથી મોટો ગ્રંથ છે. તેમાં ગ્રંથકારે “લોક-અનુપ્રેક્ષા' (ગાથા ૧૧૫ થી ૨૮૩) અને “ધર્મ-અનુપ્રેક્ષા' (ગાથા ૩૦૨ થી ૪૩૫)નો ઘણી ગાથાઓમાં વિસ્તાર કરીને દ્રવ્યાનુયોગના તેમ જ ધર્મ-આરાધનાના અનેક વિષયો આવરી લીધા છે. ધર્માનુપ્રેક્ષાના વર્ણન પછી, તેની ચૂલિકારૂપે અનશન આદિ બાર તપનું પણ એકાવન ગાથાઓમાં (ગાથા ૪૩૮ થી ૪૮૮) ઘણું સુંદર વર્ણન કર્યું છે.
“લોકભાવના માં આવેલી, દ્રવ્યાનુયોગના સિદ્ધાન્તોનું નિરૂપણ કરનારી (ગાથા ૧૭૬ થી ૨૮૦) ગાથાઓમાંથી નિમ્ન ગાથાઓ વિશેષ અનુપ્રેક્ષણીય છે : ૧૭૮, ૧૭૯, ૧૮૦, ૧૯૧, ૨૦૦, ૨૦૧, ૨૦૨, ૨૦૪, ૨૦૫; વસ્તુમાં કારણકાર્યની વ્યવસ્થાનું નિરૂપણ કરનારી ગાથાઓ : ૨૨૨ થી ૨૩૩; ગાથા ૨૩૭ થી ૨૪૬માં દ્રવ્ય-ગુણપર્યાયના સ્વરૂપવર્ણન વિષે ગાથા ૨૪૩માં કહ્યું છે કે જો ‘દ્રવ્યમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫ )
પર્યાયો છે તે પણ વિધમાન છે અને તિરોહિત એટલે ઢંકાયેલા છે એમ માનીએ તો ઉત્પત્તિ કહેવી જ વિલ (વ્યર્થ) છે. ગાથા ૨૪૬માં કહ્યું છે : દ્રવ્ય અને પર્યાયમાં (સર્વથા ) ભેદ માને છે તેને કહે છે કેહૈ મૂઢ ! જો તું દ્રવ્ય અને પર્યાયમાં વસ્તુતઃ ભેદ માને છે તો દ્રવ્ય અને પર્યાય બંનેની નિરપેક્ષ સિદ્ધિ નિયમથી પ્રાપ્ત થાય છે. એમ માનતાં દ્રવ્ય અને પર્યાય જુદી જુદી વસ્તુ ઠરે છે, પણ તેમાં ધર્મધર્મીપણું ઠરતું નથી.
આગળ ‘ ધર્મ-અનુપ્રેક્ષા ’ના અધિકારમાં શ્રાવકધર્મ અને મુનિધર્મના વર્ણન પહેલાં સમ્યક્ત્વનું માહાત્મ્ય બતાવતાં ગાથા ૩૨૫માં કહ્યું છે કે-સર્વ રત્નોમાં પણ મહારત્ન સમ્યક્ત્વ છે. વસ્તુની સિદ્ધિ કરવાના ઉપાયરૂપ સર્વ યોગ, મંત્ર, ધ્યાન આદિમાં સમ્યક્ત્વ ઉત્તમ યોગ છે, કારણ કે–સમ્યક્ત્વથી મોક્ષ સધાય છે. અણિમાદિ ઋદ્ધિઓમાં પણ સમ્યક્ત્વ મહાન ઋદ્ધિ છે. ઘણું શું કહીએ! સર્વ સિદ્ધિ કરવાવાળું આ સમ્યક્ત્વ જ છે. ગાથા ૩ર૬માં કહ્યું છે કે-સમ્યક્ત્વગુણ સહિત જે પુરુષ પ્રધાન (શ્રેષ્ઠ) છે તે, દેવોના ઇન્દ્રોથી તેમજ મનુષ્યોના ઇન્દ્રો ચક્રવર્તી આદિથી વંદનીય થાય છે; અને વ્રત રહિત હોય તોપણ નાના પ્રકારનાં સ્વર્ગાદિકનાં ઉત્તમ સુખ પામે છે. ગાથા ૩૨૭માં કહ્યું છે કે–સમ્યગ્દષ્ટિ જીવ દુર્ગતિના કારણરૂપ અશુભ કર્મોને બાંધતો નથી, પરંતુ આગળના ઘણા ભવોમાં બાંધેલાં પાપકર્મોનો પણ નાશ કરે છે. અહો! સમ્યક્ત્વનો એ અનુપમ મહિમા ! માટે શ્રીગુરુનો ઉપદેશ છે કે-સર્વ પ્રથમ પોતાના સર્વસ્વ ઉપાય-ઉદ્યમ-યત્નથી પણ એક મિથ્યાત્વનો નાશ કરી સમ્યક્ત્વ અવશ્ય અંગીકાર કરવું.
ભાષાનુવાદના કર્તા પં. જયચંદ્રજી છાવડા, આ ગ્રંથની પીઠિકા લખતાં, લખે છે કે-‘ત્યાં પ્રથમ એક ગાથામાં મંગળાચરણ કરી બે ગાથામાં બાર અનુપ્રેક્ષાનાં નામ કહ્યાં છે. ઓગણીસ ગાથાઓમાં અવાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, નવ ગાથાઓમાં અશરણાનુપ્રેક્ષાનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬) વર્ણન કર્યું છે, બેંતાળીશ ગાથાઓમાં સંસારાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે,તેમાં ચાર ગતિઓનાં દુઃખોનું, સંસારની વિચિત્રતાનું અને પંચપરાવર્તનરૂપ પરિભ્રમણનું વર્ણન છે, છ ગાથાઓમાં એકવાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, ત્રણ ગાથાઓમાં અન્યતાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, પાંચ ગાથાઓમાં અશુચિતાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, સાત ગાથાઓમાં આસ્રવાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, સાત ગાથાઓમાં સંવરાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, તેર ગાથાઓમાં નિર્જરાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, એકસો ઓગણસીત્તેર ગાથાઓમાં લોકાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે.
-તેમાં, આ લોક છે દ્રવ્યોનો સમૂહું છે; અનંત આકાશદ્રવ્યના મધ્યમાં જે જીવ-અજીવ દ્રવ્ય છે તેને “લોક' કહે છે, તે “લોક” પુરુષાકારરૂપ ચૌદ રાજુ ઊંચો છે અને તેનું ઘનરૂપ ક્ષેત્રફળ કરતાં ત્રણસો તંતાળીશ રાજુ થાય છે અને તે જીવ-અજીવ દ્રવ્યોથી ભરેલો છે. ત્યાં પ્રથમ જીવદ્રવ્યનું વર્ણન કર્યું છે અને તેના અઠ્ઠાણું જીવસમાસ કહ્યા છે, તે પછી પર્યાયિઓનું વર્ણન કર્યું છે, લોકમાં જે જીવ જ્યાં
જ્યાં રહે છે તેનું વર્ણન કરી તેની સંખ્યા, તેનું અલ્પ–બહુત્વ તથા તેનાં આયુ-કાયનું પ્રમાણ કહ્યું છે. વળી કોઈ અન્યવાદી જીવનું સ્વરૂપ અન્યપ્રકારરૂપ માને છે તેનું યુક્તિપૂર્વક નિરાકરણ કર્યું છે. બહિરાભાઅંતરાત્મા-પરમાત્માનું વર્ણન કરી કહ્યું છે કે અંત:તત્ત્વ તો જીવ છે અને અન્ય બધાં બાહ્યતત્ત્વ છે એમ કહી જીવોનું નિરૂપણ કર્યું છે. ત્યારબાદ અજીવનું નિરૂપણ છે–ત્યાં પુગલદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય તથા કાળદ્રવ્યનું વર્ણન કર્યું છે. વળી દ્રવ્યોના પરસ્પર કાર્ય-કારણભાવનું નિરૂપણ કરી કહ્યું છે કે-બધાં દ્રવ્યો પરિણામી દ્રવ્યપર્યાયરૂપ અનેકાન્ત સ્વરૂપ છે, કારણ કે અનેકાન્ત વિના કાર્યકારણભાવ બનતો નથી અને કાર્ય-કારણભાવ વિના દ્રવ્ય શાનું? એ પ્રમાણે દ્રવ્ય-પર્યાયનું સ્વરૂપ કહી પછી સર્વ પદાર્થોને જાણવાવાળા પ્રત્યક્ષ-પરોક્ષસ્વરૂપ જ્ઞાનનું વર્ણન કર્યું છે. અનેકાન્તસ્વરૂપ વસ્તુને સાધવાવાળુ શ્રુતજ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭) છે, અને તેના ભેદ નય છે. તે વસ્તુને અનેક ધર્મસ્વરૂપ સાધે છે, તેનું વર્ણન છે. વળી કહ્યું છે કે પ્રમાણ-નયોથી વસ્તુને સાધી જે મોક્ષમાર્ગને સાધે છે એવા, તત્ત્વને સાંભળવાવાળા, જાણવાવાળા, ભાવવાવાળા તથા ધારણ કરવાવાળા વિરલા છે, પણ વિષયોને વશ થવાવાળા ઘણા છે.-એમ કહી લોકભાવનાનું કથન પૂર્ણ કર્યું છે.
ત્યાર પછી અઢાર ગાથાઓમાં “બોધિદુર્લભાનુપ્રેક્ષા ”નું વર્ણન કર્યું છે. તેમાં સંસારી જીવ નિગોદથી માંડીને અનેક પર્યાય સદા પામ્યા કરે છે, જે સર્વ સુલભ છે; પરંતુ માત્ર એક સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગ પામવો મહા દુર્લભ છે-એમ કહ્યું છે.
ત્યાર પછી એકસો છત્રીશ ગાથાઓમાં “ધર્માનુપ્રેક્ષા નું વર્ણન કર્યું છે. ત્યાં નેવું ગાથાઓમાં શ્રાવકધર્મનું વર્ણન છે. તેમાં છવ્વીસ ગાથાઓમાં તો અવિરત-સમ્યગ્દષ્ટિનું વર્ણન છે, બે ગાથાઓમાં દર્શનપ્રતિમાનું, એકતાલીશ ગાથાઓમાં વ્રતપ્રતિમાનું (શ્રાવકનાં બાર વ્રતોનું), બે ગાથાઓમાં સામાયિકપ્રતિમાનું, છ ગાથાઓમાં પ્રોષધપ્રતિમાનું, ત્રણ ગાથાઓમાં સચિત્તત્યાગપ્રતિમાનું, બે ગાથાઓમાં રાત્રિભોજનત્યાગપ્રતિમાનું, એક ગાથામાં બ્રહ્મચર્યપ્રતિમાનું, એક ગાથામાં આરંભવિરતિપ્રતિમાનું, બે ગાથાઓમાં પરિગ્રહત્યાગપ્રતિમાનું, બે ગાથાઓમાં અનુમતિત્યાગપ્રતિમાનું અને બે ગાથાઓમાં ઉષ્ટિઆહારત્યાગપ્રતિમાનું વર્ણન છે.-એ પ્રમાણે અગિયાર પ્રતિમાઓનું વર્ણન છે. વળી બેંતાળીશ ગાથાઓમાં મુનિધર્મનું વર્ણન છે. ત્યાં રત્નત્રયયુક્ત થઈ મુનિ ઉત્તમ ક્ષમાદિ દશલક્ષણધર્મનું પાલન કરે છે. તે દશલક્ષણધર્મનું ભિન્ન ભિન્ન વર્ણન કર્યું છે. અહિંસાદિ ધર્મની મહત્તાનું વર્ણન કર્યું છે, ત્યાં કહ્યું છે કે-ધર્મ સેવવો, પણ તે પુણ્યફળના અર્થે ન સેવવો, પરંતુ માત્ર મોક્ષ-અર્થે સેવવો, ધર્મમાં શંકાદિ આઠ દૂષણ ન રાખવાં, પણ નિઃશંકિતાદિ આઠ અંગ સહિત ધર્મ સેવવો.-એ વગેરે ભિન્ન ભિન્ન વર્ણન છે. અંતમાં ધર્મના ફળનું માહાભ્ય વર્ણવીને ધર્માનુપ્રેક્ષાનું કથન સમાપ્ત કર્યું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮) ત્યાર પછી આ ધર્માનુપ્રેક્ષાની ચૂલિકારૂપે બાર પ્રકારનાં તપનું એકાવન ગાથામાં ભિન્ન ભિન્ન વર્ણન કર્યું છે. અને છેલ્લે ત્રણ ગાથાઓમાં કર્તાએ પોતાનું કર્તવ્ય પ્રગટ કરી અંતમંગળ દ્વારા આ ગ્રંથ સમાપ્ત કર્યો છે. એ પ્રમાણે બધીય મળીને ચારસો એકાણું ગાથાપ્રમાણ આ ગ્રંથ છે.
આ પ્રસ્તુત અનુપ્રેક્ષાગ્રંથ “સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા' નામથી પ્રસિદ્ધ છે. તેના પ્રણેતા વીતરાગ દિગંબર જૈન સંત બાળબ્રહ્મચારી શ્રી “સ્વામી કુમાર” (ગાથા ૪૮૯) અપરનામ સ્વામી કાર્તિકેય છે. તેમના ગુરુનું નામ વિનયસેન હતું. “કુમાર” નામના અનેક આચાર્ય તેમજ વિદ્ધાન થઈ ગયા છે. તેમાં આ અનુપ્રેક્ષા-ગ્રંથના કર્તા “સ્વામી કુમાર લગભગ ઈસવી સન ૧OO૮માં દક્ષિણ ભારતને વિષે વિચરતા હતાએવો વિદ્વાનોનો મત છે. શ્રી શુભચંદ્ર આચાર્ય દ્વારા વિ. સં. ૧૬૧૩માં રચિત “સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ની (૩૯૪મી ગાથાની) સંસ્કૃત ટીકામાં
સ્વામી કાર્તિકેયમુનિ ક્રૌંચરાજાકૃત ઉપસર્ગને જીતી દેવલોક ગયા'એમ જે ઉલ્લેખ આવે છે તે અનુમાનતઃ ઈસવી સનના પ્રારંભમાં થયેલ કોઈ બીજા કાર્તિકેયમુનિ હશે.-એમ વિદ્વાનોનું માનવું છે.
“સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા” ઉપર રચાયેલી બે ટીકા ઉપલબ્ધ છે. એક શ્રી શુભચંદ્રાચાર્યકૃત સંસ્કૃત ટીકા અને બીજી જયપુર નિવાસી પંડિત જયચંદ્રજી છાવડા (ઈસવી સન ૧૮૮૯) દ્વારા સંસ્કૃત ટીકાના આધારે રચિત ટૂંઢારી ભાષા ટીકા. વીર સં. ૨૪૪૭, ઈ.સ. ૧૯૨૧માં ‘ભારતીય જૈનસિદ્ધાન્ત પ્રકાશિની સંસ્થા દ્વારા પ્રકાશિત આ અનુપ્રેક્ષા-ગ્રંથની દ્વિતીયાવૃત્તિના આધારે કલોલનિવાસી સ્વ. શ્રી સોમચંદભાઈ અમથાલાલ શાહ દ્વારા વિ. સં. ૨૦૦૭માં આ ગુજરાતી ભાષાનુવાદ કરવામાં આવ્યો છે. આ ગુજરાતી ભાષાનુવાદનું પ્રથમ સંસ્કરણ “શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનપ્રસારક ટ્રસ્ટ', અમદાવાદ તરફથી વિ. સં. ૨૦૦૭માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯) ગુજરાતી સંસ્કરણના આધારે, અધ્યાત્મ જ્ઞાનવૈરાગ્યનો અનુપમ બોધ આપનાર સૌરાષ્ટ્રના આધ્યાત્મિક સંત પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિરસથી તરબોળ પોતાનાં સ્વાનુભવસુધાઢંદી અભુત પ્રવચનોમાં “સ્વામિકાકિયાનુપ્રેક્ષા’નાં જે ગહન રહસ્યો ખોલ્યાં છે તે શ્રવણ કરીને મુમુક્ષુહૃદયોને અનુભવ થયો કે આ ગ્રંથમાં, દ્રવ્યસ્વભાવને યથાવત્ લક્ષમાં રાખીને, સ્વામી કુમાર (સ્વામી કાર્તિકેય) મુનિવરનો વિશુદ્ધ જ્ઞાન-વૈરાગ્યરસ, અમૃતરસના અખંડ ઝરણાની જેમ, નીતરી રહ્યો છે. ભવભીરુ મુમુક્ષુ આત્માઓને આત્યન્તિક ભવનિવૃત્તિનો સન્માર્ગ સરળ અને સુગમ ભાષામાં ચીંધતો હોવાથી, આ ગ્રંથ ખરેખર અતિ ઉપયોગી છે. તેથી, ઘણા સમયથી અપ્રાપ્ય એવા આ ગુજરાતી ભાષાનુવાદની બીજી આવૃત્તિ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ તરફથી પ્રકાશિત કરવામાં આવી છે.
સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા’ના આ પાવન પ્રકાશન દ્વારા મુમુક્ષુજીવો તેમાં કહેલા ઊંડા તાત્ત્વિક ભાવોને સમજી પોતાનો જ્ઞાનવૈરાગ્યમય સાધનાપથ ઉજ્જવળ કરે એ જ મંગળ ભાવના. વિ. સં. ૨૦૪૩, શ્રાવણ વદ ૨, (બહેનશ્રી ચંપાબેનની ૭૪મી જન્મજયન્તી)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* વિષયાનુક્રમણિકા *
પૃષ્ઠ ગાથા વિષય
વિષય
પૃષ્ઠ
ગાથા
૧ ૨-૩
મંગલાચરણ
૨ ૪૫-૫૭ મનુષ્યગતિનાં દુઃખોનું
બાર અનુપ્રેક્ષાઓના નામ
વર્ણન
૨૫-૨૯
૫-૧૪
૫૮-૬૧ દેવગતિનાં દુ:ખોનું
૪-૨૨ ૧. અધૂવાનુપ્રેક્ષા ૪-૭ અધૂવાનુપ્રેક્ષાનું સામાન્ય
૨૯-૩૦
વર્ણન ચાર ગતિઓમાં ક્યાંય
૫-૬
૬૨
સ્વરૂપ ૮-૧૧ બંધુજન, દેહ, લક્ષ્મીનું
અસ્થિરપણું ૧૨-૧૮ પ્રાપ્ત થયેલ લક્ષ્મીનું
શું કરવું? ૧૯-૨૦ ધર્મકાર્યમાં ઉપયુક્ત
લક્ષ્મી સાર્થક
સુખ નથી ૭-૮ ૬૩ પર્યાયબુદ્ધિ જીવ જ્યાં જન્મ
ત્યાં સુખ માની લે છે. ૯-૧૨ ૬૪-૬૫ એક જ ભવમાં અનેક
સંબંધ (એક ભવમાં ૧૨-૧૩ ૧૨-૧૩
૧૮ નાતાની કથા) ૧૩-૧૪ ૬૬-૭ર પાંચ પરાવર્તનનું સ્વરૂપ ૧૫-૧૮ ૭૩ સંસારથી છૂટવાનો ઉપદેશ ૧૫ ૭૪-૭૯ ૪. એકતાનુપ્રેક્ષા
૮૦-૮૨ ૫. અન્યતાનુપ્રેક્ષા ૧૫-૧૬ ૮૩-૮૭ ૬. અશુચિતાનુપ્રેક્ષા
૩ર-૩૬
૩૬-૪૨
૪૨.
૨૧-૨૨ મોહનું માહાભ્ય ૨૩-૩૧ ૨. અશરણાનુપ્રેક્ષા
૨૩ સંસારમાં કોઈ શરણ નથી ૨૪-૨૬ “અશરણ ' વિષેનાં
૪૩-૪૫
૪૬
દૃષ્ટાંત
૪૭-૪૯
ર૭
ભૂત-પ્રેતને શરણ માનનાર
અજ્ઞાની છે.
૧૬
૮૩-૮૬
૪૭-૪૮
૨૮-૨૯ મરણ આયુક્ષયથી થાય છે. ૩૦-૩૧ સમ્યગ્દર્શનાદિજ શરણ છે. ૩ર-૭૩ ૩. સંસારાનુપ્રેક્ષા
દેહનું સ્વરૂપ; તેમાં રાગ કરવો અજ્ઞાન છે. દેહથી વિરક્તને જ અશુચિભાવના સફળ છે.
૧૯-૪૨
૪૯
૧૯ ૮૮-૯૪
૭. આસૂવાનુપ્રેક્ષા
૫૦-૫૩
૮૮-૮૯
મોદ્યુત અને મોહ-વિદ્યુત
૩ર-૩૩ સંસારનું સ્વરૂપ ૩૪-૩૯ નરકગતિનાં દુઃખોનું
વર્ણન ૪૦-૪૪ તિર્યંચગતિનાં દુઃખોનું
૨૦-૨૨
યોગ જ આસ્રવ છે.
૫૦
૯)
પુણ્ય-પાપના ભેદથી
વર્ણન
૨૩-૨૪
આસવના બે પ્રકાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા
વિષય
પૃષ્ઠ
૯૧
પૃષ્ઠ ગાથા
વિષય પર ૧૪૩ અઢી-ઢીપ બહારના
તિર્યંચોની સ્થિતિ પ૩ ૧૪૪ જલચર જીવોનાં સ્થાન ૫૪-૫૬ ૧૪પ-૧૪૬ ભવનત્રિક, કલ્પવાસી ૫૪-૫૫
ને નારકીઓનાં
સ્થાન ૧૪૭–૧૫૧ તેજ, વાત, પૃથ્વી આદિ
જીવોની સંખ્યા ૧૫ર સાન્તર-નિરન્તરનું
૯૧-૯૨ મંદ તીવ્ર કષાયનાં દષ્ટાંત ૯૩-૯૪ આગ્નવભાવના કોને
નિષ્ફળ-સફળ ૯૫-૧૦૧ ૮. સંવરાનુપ્રેક્ષા ૯૫-૯૬ સંવરનાં નામ અને હેતુ ૯૭-૯૯ ગુતિ, સમિતિ, ધર્મ,
અનુપ્રેક્ષા, ચારિત્રનું
સ્વરૂપ ૧૦૦-૧૦૧ સંવરશૂન્યને સંસાર
ભ્રમણ અને આત્મનિષ્ઠને
સંવરફુરણ ૧૦૨૧૧૪ ૯. નિર્જરાનુપ્રેક્ષા
૯૧-૯૨
૫૫-૫૬
૯૨-૯૩
૯૪
કથન પ૬ ૧૫૩-૧૬O સંખ્યા-અપેક્ષાએ
૫૭-૬૩
જીવોનાં અલ્પ
૯૪-૯૭
૯૭-૯૯
૧૦૨-૧૦૫ નિર્જરાનું કારણ, સ્વરૂપ,
ભેદ અને વૃદ્ધિ ૧૦૬-૧0૮ નિર્જરાની વૃદ્ધિનાં
સ્થાન ૧૦૯-૧૧૪ અધિક નિર્જરા
કોને થાય છે? ૧૧૫-૨૮૩ ૧૦. લોકાનુપ્રેક્ષા
૯૯-૧૦૩
૧૦૪
બહુત્વનું કથન ૧૬૧-૧૬૫ સર્વ જીવોનાં ઉત્કૃષ્ટ ૫૭-પ૯
-જઘન્ય આયુષ્ય ૧૬૬-૧૭૫ જીવોનાં શરીરોની ઉત્કૃષ્ટ૬)
જઘન્ય અવગાહુના ૧૭૬
જીવનું લોકપ્રમાણપણું ૬૧-૬૩
ને દેહપ્રમાણપણું ૬૪-૧૬૧ ૧૭૭ જીવ સર્વથા સર્વગત
નથી ૧૭૮-૧૮૦ ગુણ-ગુણી પ્રદેશથી ૭૨-૭૫
અભિન્ન છે, ભિન્ન ૭૬
માનવામાં દોષ ૭૬-૮૪ ૧૮૧-૧૮૪ જીવ પંચભૂતોનો વિકાર ८४-८७
હોવાનો નિષેધ તથા તેની
યથાતથ સિદ્ધિ ૮૮-૮૯ ૧૮૫-૧૮૭ દેહ અને જીવમાં એકત્વ
ભાસવાનું કારણ
૧/૪
૧૫-૧૬
૧૧૫-૧૨૦ લોકાકાશનું સ્વરૂપ
તથા વિસ્તાર ૧૨૧ “લોક” શબ્દની નિરુક્તિ ૧૨-૧૩૩ જીવોના ભેદ ૧૩૪-૧૩૮ પર્યાતિનું વર્ણન ૧૩૯-૧૪૧ પ્રાણોનું સ્વરૂપ, સંખ્યા
અને સ્વામી ૧૪ર વિકલત્રય જીવોનાં સ્થાન
૧૬-૧/૮
૧૦૮-૧૦૯
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિષય
જીવ સ્વયં કર્તા,
ભોક્તા, પુણ્ય-પાપ
ને તીર્થ છે.
૧૯૨-૧૯૯ જીવના-બહિરાત્મા,
ગાથા
૧૮૮–૧૯૧
સ્વરૂપ
૨૦૦-૨૦૧ જીવને અનાદિથી
૨૦૨-૨૦૩ અશુદ્ધતા
૨૧૧
અંતરાત્મા ને પરમાત્મા
-ત્રણ ભેદ તથા તેમનું
શુદ્ધતાનું કારણ અને
બંધનું સ્વરૂપ
૨૦૪-૨૦૫ જીવ જ ઉત્તમ તત્ત્વ છે.
શાથી?
૨૦૬-૨૦૭ પુદ્ગલદ્રવ્યનું સ્વરૂપ ૨૦૮-૨૧૦ પુદ્ગલને જીવનું ને
જીવને અન્ય જીવનું
૨૧૨-૨૧૬
સર્વથા શુદ્ધ માનવાનો
નિષેધ
૨૧૯
૨૨૦-૨૨૧
ઉપકારીપણું
પુદ્દગલની કોઈ અપૂર્વ
શક્તિ
૨૧૭–૨૧૮ પરિણામનું કારણ દ્રવ્ય
છે, અન્ય તો નિમિત્ત
માત્ર છે.
ધર્મ-અધર્મ-આકાશ
કાળનું સ્વરૂપ
બધાં દ્રવ્યો કાળાદિ
લબ્ધિ સહિત છે.
વ્યવહારકાળ તથા તેની
સંખ્યા
પૃષ્ઠ
૧૧૦–૧૧૨
૧૧૭
અભાવ
૧૧૨-૧૧૬ ૨૨૯-૨૩૨ પૂર્વ-ઉત્તર ભાવમાં
કારણકાર્યપણું
૧૧૭–૧૧૮
૧૧૮-૧૧૯
૧૧૯
૧૨૧
વિષય
૨૨૨-૨૨૩-કારણ-કાર્યનું નિરૂપણ
૨૨૪-૨૨૫ અનેકાંતાત્મક વસ્તુને જ અર્થ ક્રિયાકારીપણું
૨૨૬-૨૨૮ સર્વથા એકાંતમાં
અર્થક્રિયાકારિત્વનો
૧૨૨-૧૨૪
ગાથા
૧૨૪–૧૨૫
૨૩૩-૨૩૫ સર્વથા અન્ય,
એક, અણુમાત્ર
માનવામાં દોષ
૨૩૬
૧૨૦–૧૨૧ - ૨૪૩-૨૪૪ દ્રવ્યમાં
૨૩૭-૨૩૯ દ્રવ્યનું ગુણ-પર્યાય ને
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી
સર્વ દ્રવ્યોમાં
ભિન્નાભિન્નપણું
યુક્તપણું
૨૪૦-૨૪૨ દ્રવ્ય, પર્યાય ને
ગુણનું સ્વરૂપ
૨૪૫
૨૪૬
અવિધમાન પર્યાયનીજ
ઉત્પત્તિ-કાળાદિ
લબ્ધિથી
દ્રવ્ય અને પર્યાયને
કચિત્ ભેદાભેદ
દ્રવ્ય અને પર્યાયમાં
સર્વથા ભેદ માનવામાં
દોષ
૧૨૫ ૨૪૭–૨૪૯ વિજ્ઞાન-અદ્વૈત મતમાં દોષનું નિરૂપણ ૧૨૬-૧૨૭ ૨૫૦–૨૫૨ નાસ્તિક મહા
અસત્યવાદી છે.
પૃષ્ઠ
૧૨૭
૧૨૮
૧૨૯-૧૩૦
૧૩૦-૧૩૨
૧૩૨-૧૩૩
૧૩૩
૧૩૪–૧૩૫
૧૩૬-૧૩૭
૧૩૭-૧૩૮
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
૧૩૮
૧૩૯
૧૩૯–૧૪૦
૧૪૧-૧૪૨
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા
૨૫૩-૨૬૦
ર૬૧
ર૬ર
૨૬૩–૨૬૫
ર૬૬
૨૬૭
૨૮૧-૨૮૨
સ્વરૂપ
૨૬૮-૨૭૮ નયોના ભેદ
૨૮૩
૨૪ા
વિષય
૨૭૯-૮૦ તત્ત્વનું શ્રવણ, જ્ઞાન,
૨૮૪
સામાન્ય-વિશેષ
જ્ઞાનનું સ્વરૂપ
અનેકાંતસ્વરૂપ વસ્તુને
કચિત્ એકાન્તપણું
શ્રુતજ્ઞાન પરોક્ષપણે સર્વ
વસ્તુને પ્રકાશે છે.
શ્રુતજ્ઞાનના ભેદરૂપ
૨૮૫
નયોનું સ્વરૂપ
સાપેક્ષ તે સુનય અને
નિરપેક્ષ તે દુર્નય
અનુમાન પ્રમાણનું
(નૈગમ આદિ )
ધારણ, ચિંતવન કરવાવાળા
વિરલા છે; તત્ત્વનું
ગ્રહણ કરનાર તત્ત્વને
જાણે છે.
અજ્ઞાની સ્ત્રી-આદિને
વશ થાય છે.
જ્ઞાની નહિ.
લોકાનુપ્રેક્ષાના
ચિંતવનનું માહાત્મ્ય
૧૧. બોધિદુર્લભાનુપ્રેક્ષા
નિગોદથી નીકળી
સ્થાવર૫ણું દુર્લભ ત્રસપણું ચિંતામણિ
જેવું દુર્લભ
પૃષ્ઠ
૧૪૩-૧૪૬
૧૪૭
૧૪૮–૧૪૯
તિર્યંચના દુઃખ
૧૪૮ ૨૯૦–૨૯૯ મનુષ્યત્વ, આર્યત્વ,
ઉચ્ચ કુળ, નીરોગપણું,
૧૫૦
૧૫૦
૧૫૮–૧૫૯
ગાથા
વિષય
૨૮૬-૨૮૭ ત્રસમાં પણ પંચેન્દ્રિય
પણું દુર્લભ
ક્રૂર પરિણામીને નરક
ગતિ; ત્યાંથી નીકળી
૧૫૯-૧૬૦
૨૮૮-૨૮૯
૧૫૧-૧૫૮ ૩૦૧
૩૦૦
૧૬૨
૩૦૨-૪૩૭
૩૦૨-૩૦૪ સર્વજ્ઞ અને
૧૬૦ ૩૦૭
સત્તમાગમ, સમ્યક્ત્વ, ચારિત્ર વગેરે પામવું અનુò
દુર્લભ છે.
દુર્લભ મનુષ્યપણું પામી વિષયોમાં રમનાર રાખને
માટે રત્ન બાળે છે. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ બોધીને
દુર્લભમાં દુર્લભ જાણી
તેનો મહાન આદર કરો.
૧૨. ધર્માનુપ્રેક્ષા
૩૦૫-૩૦૬ ગૃહસ્થધર્મના બાર ભેદ
સમ્યક્ત્વ પામવાની
યોગ્યતા
૧૬૨ ૩૧૦
તેમના દ્વારા ઉપદિષ્ટ દ્વિવિધ ધર્મ
૧૬૨-૧૬૯ ૩૦૮-૩૦૯ ત્રણે પ્રકારનાં સમ્યક્ત્વ
કેવી રીતે થાય ?
બે સમ્યક્ત્વ, અનંતા
નુબંધી-વિસંયોજન અને દેશવ્રત ઉત્કૃષ્ટ અસંખ્ય વાર ગ્રહે–છોડ
પૃષ્ઠ
૧૬૩
૧૬૪
૧૬૫-૧૬૮
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
૧૬૮
૧૬૯
૧૭૦૨૮
૧૭૦–૧૭૧
૧૭૨
૧૭૩
૧૭૪
૧૭૫
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા
વિષય
પૃષ્ઠ
ગાથા વિષય ૩૧૧-૩૧ર તત્ત્વાર્થશ્રદ્ધાન
પૃષ્ઠ ૧૭૬–૧૮૧
૩૯૧
અંતસમયે આરાધના
૨૩)
-નિરૂપણ ૩૧૩-૩૧૭ સમ્યગ્દષ્ટિના
કરવાનું ફળ ૩૯૨-૪૦૮ ઉત્તમ ક્ષમાદિ મુનિધર્મનું ૧૮૨-૧૮૪
વર્ણન ૧૮૫ ૪/૯-૪૧૩ કેવળ પુણને
પરિણામ
૨૩૩-૨૫૧
૩૧૮ મિથ્યાષ્ટિનું સ્વરૂપ ૩૧૯-૨૦ વ્યંતરાદિ કાંઈ
આપતા નથી.
અર્થ ધર્મ અંગીકાર.
૧૮૬-૧૮૭
ન કરવો
૨પર૨૫૪
૩ર૧-૩૨૨ જન્મ-મરણ, દુ:ખ
સુખ, રોગ, દારિદ્ર વગેરે સંબંધમાં સમ્ય
સમ્યત્વના
નિઃશંકિતાદિ આઠ ગુણ ૪૨૫-૪૨૬ નિઃશંકિતાદિ દેવ ગુમાં
૨૫૬
ર૬ર-ર૬૩ ૨૬૪-૬૬
૩૨૩
ષ્ટિના વિચાર પૂર્વોક્ત ગાથા પ્રમાણે જે જાણે તે શુદ્ધ સમ્યગ્દષ્ટિ; શંકા કરે તે મિથ્યાષ્ટિ આજ્ઞા-સમ્યકત્વનું
૨૬૮
૧૮૭
લાગુ પાડવા ૪૨૭-૪૩૪ ધર્મનું માહાભ્ય ૪૩૫-૪૩૬ ઘર્મ રહિતની નિંદા
૪૩૭ ધર્મ આચરો ને ૧૮૮ પાપ છોડો
૪૮૪૮ બાર પ્રકારનાં તપનું ૧૮૯
વર્ણન
૪૮૯ ગ્રંથરચનાનું પ્રયોજન ૧૮૯-૧૯૦
૪૯૦ અનુપ્રેક્ષાનું ફળ ૪૯૧ અન્ય મંગલ
૩૨૪
ર૭૦૩
સ્વરૂપ ૩૨૫-૩ર૭ સમ્યકત્વનું
૩૦૪
માહાભ્ય
૩૦૫
૩૨૮-૩૯૦ અગિયાર પ્રતિમાનું
૩૦૫
સ્વરૂપ
૧૯૧-૨૨૯
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
श्रीपरमात्मने नमः। સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગુજરાતી ભાષાનુવાદ
મંગલાચરણ (દોહા) પ્રથમ ઋષભ જિન ધર્મકર, સન્મતિ ચરમ જિનેશ; વિઘનહરણ મંગલકરણ, ભવતમ-દુરિત-દિનેશ. ૧. વાણી જિનમુખથી ખરી, પડી ગણાધિપ-કાન; અક્ષર-પદમય વિસ્તરી, કરહિ સકલ કલ્યાણ. ૨. ગુરુ ગણધર ગુણધર સકલ, પ્રચુર પરંપર ઔ૨; વ્રતતપધર તનુનગનધર, વંદો વૃષ શિરમૌર. ૩. સ્વામી કાર્તિકેય મુનિ, બારહુ ભાવના ભાય; કર્યું કથન વિસ્તારથી, પ્રાકૃત-છંદ બનાય. ૪. સંસ્કૃત ટીકા તેહની, કરી સુઘર શુભચંદ્ર; સુગમ-દેશભાષામયી, કરું નામ જયચંદ્ર. ૫. ભણો ભણાવો ભવ્યજન, યથાજ્ઞાન મનધાર; કરો નિર્જરા કર્મની, વાર વાર સુવિચાર. ૬.
એ પ્રમાણે દેવ-શાસ્ત્ર-ગુરુને નમસ્કારરૂપ મંગલાચરણપૂર્વક પ્રતિજ્ઞા કરી સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા નામના ગ્રંથની દેશભાષામય વચનિકા કરીએ છીએ; ત્યાં સંસ્કૃત ટીકા અનુસાર મારી બુદ્ધિ પ્રમાણે ગાથાનો સંક્ષેપમાં અર્થ લખીશ; તેમાં કોઈ ઠેકાણે ભૂલ હોય તો વિશેષ બુદ્ધિમાન સુધારી લેશો.*
* અહીં ભાષાનુવાદક સ્વર્ગીય ૫. જયચંદ્રજીએ સમસ્ત ગ્રંથની સંક્ષિપ્ત
સૂચનારૂપ પીઠિકા લખી છે, પણ તેને અહીં નહિ મૂકતાં આધુનિક પ્રથાનુસાર અમે ભૂમિકામાં (પ્રસ્તાવનામાં) લખી છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
શ્રીમાન્ સ્વામી કાર્તિકયાચાર્ય, પોતાનાં જ્ઞાન-વૈરાગ્યની વૃદ્ધિ થવી, નવીન શ્રોતાજનોને જ્ઞાન-વૈરાગ્ય ઊપજવાં તથા વિશુદ્ધતા થવાથી પાપકર્મની નિર્જરા, પુણ્યનું ઉપાર્જન, શિષ્ટાચારનું પાલન અને નિર્વિઘ્રપણે ગ્રંથની સમાપ્તિ ઇત્યાદિ અનેક ભલા ફળની ઇચ્છાપૂર્વક પોતાના ઇષ્ટદેવને નમસ્કારરૂપ મંગલપૂર્વક પ્રતિજ્ઞા કરી પ્રથમ ગાથાસૂત્ર કહે છે:
तिहुवणतिलयं देवं वंदित्ता तिहुवणिंदपरिपुज्जं । वोच्छं अणुपेहाओ भवियजणाणंदजणणीओ ।। १ ।। त्रिभुवनतिलकं देवं वंदित्वा त्रिभुवनेन्द्रपरिपूज्यं । वक्ष्ये अनुप्रेक्षा: भविकजनानन्दजननीः ।।१।।
અર્થ:- ત્રણ ભુવનના તિલક અને ત્રણ ભુવનના ઇન્દ્રોથી પૂજ્ય એવા દેવને નમસ્કાર કરી હું ભવ્યજીવોને આનંદ ઉપજાવવાવાળી અનુપ્રેક્ષા કહીશ.
ભાવાર્થ:- અહીં ‘દેવ ’ એવી સામાન્ય સંજ્ઞા છે. ત્યાં ક્રીડા, વિજિગીષા, વ્રુતિ, સ્તુતિ, મોદ, ગતિ, કાંતિ આદિ ક્રિયા કરે તેને દેવ કહેવામાં આવે છે. ત્યાં સામાન્યપણે તો ચાર પ્રકારના દેવ વા કલ્પિત દેવોને પણ (દેવ) ગણવામાં આવે છે. તેમનાથી (જિનદેવને ) ભિન્ન દર્શાવવા માટે અહીં ‘ત્રિભુવનતિન ં' એવું વિશેષણ આપ્યું છે. તેનાથી અન્ય દેવનો વ્યવચ્છેદ (નિરાકરણ-ખંડન ) થયો.
વળી ત્રણભુવનના તિલક તો ઇંદ્ર પણ છે, એટલે તેનાથી ( જિનદેવને ભિન્ન દર્શાવવા માટે * ત્રિમુવકેંદ્રપરિપૂછ્યું ' એવું વિશેષણ અહીં આપ્યું; તેનાથી ત્રણ ભુવનના ઇદ્રો વડે પણ પૂજનીક એવા દેવ છે તેમને અહીં નમસ્કાર કર્યા છે.
અહીં આ પ્રમાણે સમજવું કે–એવું દેવપણું તો શ્રી અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એ પાંચ પરમેષ્ઠીમાં જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મંગલાચરણ ] સંભવે છે, કારણ કે-પરમ સ્વાભજનિત આનંદ સહિત કીડા, કર્મને જીતવારૂપ વિજિગીષા, સ્વાભજનિત પ્રકાશરૂપ ધૃતિ, સ્વસ્વરૂપની સ્તુતિ, સ્વસ્વરૂપમાં પરમ પ્રમોદ, લોકાલોકવ્યાપ્તરૂપ ગતિ અને શુદ્ધ સ્વરૂપમાં પ્રવૃત્તિરૂપ કાંતિ ઇત્યાદિ દેવપણાની એકદેશ વા સર્વદશરૂપ સમસ્ત ઉત્કૃષ્ટ કિયા તેમનામાં જ હોય છે તેથી સર્વોત્કૃષ્ટ દેવપણું એમાં જ આવ્યું, એટલે એમને જ મંગલરૂપ નમસ્કાર કરવા યોગ્ય છે.
“મં' એટલે પાપ, તેને “મન' એટલે ગાળે, તથા “મંા” એટલે સુખ તેને “ત' એટલે લાતિ–દદાતિ અર્થાત્ આપે તેને મંગલ' કહીએ છીએ. એવા દેવને નમસ્કાર કરવાથી શુભ પરિણામ થાય છે અને તેનાથી પાપનો નાશ થાય છે–શાંતભાવરૂપ સુખ પ્રાપ્ત થાય છે.
વળી અનુપ્રેક્ષાનો સામાન્ય અર્થ તો વારંવાર ચિંતવન કરવું એ છે; પણ ચિંતવન તો અનેક પ્રકારનાં છે અને તેને કરવાવાળા પણ અનેક છે. તેમનાથી ભિન્ન દર્શાવવા માટે અહીં ભવ્યનનાનંવનનની:' એવું વિશેષણ આપ્યું છે. તેથી જે ભવ્ય જીવોને મોક્ષપ્રાતિ નિકટ આવી હોય તેમને આનંદ ઉપજાવવાવાળી એવી અનુપ્રેક્ષા કહીશ.
બીજાં અહીં “અનુપ્રેક્ષા:' એવું બહુવચનરૂપ પદ છે, ત્યાં અનુપ્રેક્ષા–સામાન્ય ચિંતવન એક પ્રકારરૂપ છે તો પણ (વિશેષપણે તેના) અનેક પ્રકાર છે. ભવ્યજીવોને જે સાંભળતાં જ મોક્ષમાર્ગમાં ઉત્સાહ ઊપજે એવા ચિંતવનના સંક્ષેપતાથી બાર પ્રકાર છે. તેનાં નામ તથા ભાવનાની પ્રેરણા બે ગાથાસૂત્રોમાં કહે છે:
अद्धव असरण भणिया संसारामेगमण्णमसुइत्तं। आसव-संवरणामा णिज्जर-लोयाणुपेहाओ।।२।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪]
( [ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા इय जाणिऊण भावह दुल्लह-धम्माणुभावणा णिच्चं। मणवयणकायसुद्धी एदा *उद्देसदो भणिया।।३।। युग्मम्।
अध्रुव अशरणं भणिताः संसारमेकमन्यमअशुचित्वम्। आस्रवसंवरनामा
નિર્નર જોવાનુપ્રેક્ષા: 1 इति ज्ञात्वा भावयत दुर्लभधर्मानुभावनाः नित्यम्। मनोवचनकायशुद्ध्या एताः उद्देशतः भणिताः।।
અર્થ - હે ભવ્યાત્મ? આટલાં જ અનુપ્રેક્ષાનાં નામ જિનદેવ કહે છે. તેને (સમ્યક્ પ્રકારે) જાણીને મન-વચન-કાય શુદ્ધ કરી આગળ કહીશું તે પ્રમાણે તમે નિરંતર ભાવો (ચિંતવો). તે (નામ)
ક્યાં છે? અધ્રુવ, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આસ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ અને ધર્મ એ બાર છે.
ભાવાર્થ- એ બાર ભાવનાનાં નામ કહ્યાં, તેનું વિશેષ અર્થરૂપ કથન તો આગળ યથાસ્થાને થશે જ વળી એ નામ સાર્થક છે. તેનો અર્થ શો? અધ્રુવ તો અનિત્યને કહીએ છીએ, જેમાં શરણપણું નથી તે અશરણ છે, પરિભ્રમણને સંસાર કહીએ છીએ, જ્યાં બીજાં કોઈ નથી તે એકત્વ છે, જ્યાં સર્વથી જુદાપણું છે તે અન્યત્વ છે, મલિનતાને અશુચિત કહીએ છીએ, કર્મનું આવવું તે આસ્રવ છે, કર્માસ્રવ રોકવો તે સંવર છે, કર્મનું ખરવું તે નિર્જરા છે, જેમાં છ દ્રવ્યોનો સમુદાય છે તે લોક છે, અતિ કઠણતાથી પ્રાપ્ત કરીએ તે દુર્લભ (બોધિદુર્લભ) છે અને સંસારથી જીવનો ઉદ્ધાર કરે તે વસ્તસ્વરૂપાદિક ધર્મ છે; એ પ્રમાણે તેનો અર્થ છે. હવે પ્રથમ અધુવાનુપ્રેક્ષા કહે છે
* પાઠાંતર : સ તો ય ભયા ફુI
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧. અઘ્રુવાનુપ્રેક્ષા
जं किंचि वि उप्पण्णं तस्स विणासो हवेइ णियमेण । परिणामसरूवेण वि ण य किंचि वि सासयं अत्थि ।। ४ ।। यत्किंचिदपि उत्पन्नं तस्य विनाशो भवति नियमेन । परिणामस्वरूपेणापि न च किंचिदपि शाश्वतमस्ति ॥ ४॥
અર્થ:- જે કાંઈ ઉત્પન્ન થયું તેનો નિયમથી નાશ થાય છે અર્થાત્ પરિણામસ્વરૂપથી તો કોઈ પણ (વસ્તુ) શાશ્વત નથી.
ભાવાર્થ:- સર્વ વસ્તુ સામાન્ય-વિશેષસ્વરૂપ છે; ત્યાં સામાન્ય તો દ્રવ્યને કહેવામાં આવે છે તથા વિશેષ, ગુણ-પર્યાયને કહેવામાં આવે છે. હવે દ્રવ્યથી તો વસ્તુ નિત્ય જ છે, ગુણ પણ નિત્ય જ છે; અને પર્યાય છે તે અનિત્ય છે, તેને પરિણામ પણ કહેવામાં આવે છે. આ જીવ પર્યાયબુદ્ધિવાળો હોવાથી પર્યાયને ઊપજતી-વિણસતી દેખીને હર્ષ-શોક કરે છે તથા તેને નિત્ય રાખવા ઈચ્છે છે; અને એ અજ્ઞાન વડે તે વ્યાકુળ થાય છે. તેથી તેણે આ ભાવના (અનુપ્રેક્ષા ) ચિંતવવી યોગ્ય છેઃ
હું દ્રવ્યથી શાશ્વત આત્મદ્રવ્ય છું, આ ઊપજે છે-વિણસે છે તે પર્યાયનો સ્વભાવ છે; તેમાં હર્ષ-વિષાદ શો? શરીર છે તે જીવ અને પુદ્દગલના સંયોગનિત પર્યાય છે અને ધન-ધાન્યાદિક છે તે પુદ્દગલના ૫૨માણુઓનો સ્કંધપર્યાય છે, એટલે તેનું મળવું-વિખરાવું નિયમથી અવશ્ય છે, છતાં તેમાં સ્થિરતાની બુદ્ધિ કરે છે એ જ મોહજનિત ભાવ છે. માટે વસ્તુસ્વરૂપ જાણી તેમાં હર્ષ-વિષાદાદિરૂપ ન થવું. આગળ તેને જ વિશેષતાથી કહે છે:
जम्मं मरणेण समं संपज्जइ जोव्वणं जरासहियं । लच्छी विणाससहिया इय सव्वं भंगुरं मुणह ॥ ५ ॥
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬]
( [ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા जन्म मरणेन समं सम्पद्यते यौवनं जरासहितम्। लक्ष्मी: विनाशसहिता इति सर्वं भंगुरं जानीहि।।५।।
અર્થ:- હે ભવ્ય ! આ જન્મ છે તે તો મરણ સહિત છે, યૌવન છે તે વૃદ્ધાવસ્થા સહિત ઊપજે છે અને લક્ષ્મી છે તે વિનાશ સહિત ઊપજે છે; એ પ્રમાણે સર્વ વસ્તુને ક્ષણભંગુર જ જાણ!
ભાવાર્થ- જેટલી અવસ્થાઓ જગતમાં છે તેટલી બધીય પ્રતિપક્ષભાવ સહિત છે છતાં આ જીવ, જન્મ થાય ત્યારે તેને સ્થિર જાણી હર્ષ કરે છે અને મરણ થાય ત્યારે તેને ગયો માની શોક કરે છે. એ પ્રમાણે ઇષ્ટની પ્રાપ્તિમાં હર્ષ, અપ્રાપ્તિમાં વિષાદ તથા અનિષ્ટની પ્રાપ્તિમાં વિષાદ અને અપ્રાપ્તિમાં હર્ષ કરે છે; એ સર્વ મોહનું માહાભ્ય છે પણ જ્ઞાનીએ તો સમભાવરૂપ રહેવું.
अथिरं परियणसयणं पुत्तकलत्तं सुमित्तलावणं। गिहगोहणाइ सव्वं णवघणविंदेण सारिच्छं।।६।। अस्थिर परिजनस्वजनं पुत्रकलत्रं सुमित्रलावण्यम्। गृहगोधनादि सर्वं नवघनवृन्देन सदृशम्।।६।।
અર્થ:- જેમ નવીન મેઘનાં વાદળ તત્કાળ ઉદય પામીને વિલય પામી જાય છે તેવી જ રીતે આ સંસારમાં પરિવાર, બંધુવર્ગ, પુત્ર,
સ્ત્રી, ભલા મિત્રો, શરીરની સુંદરતા, ઘર અને ગોધન આદિ સમસ્ત વસ્તુઓ અસ્થિર છે.
ભાવાર્થ- એ સર્વ વસ્તુને અસ્થિર જાણી તેમાં હર્ષ-વિષાદ ન કરવો.
सुरघणुतडिव्व चवला इंदियविसया सुभिच्चवग्गा य। दिट्ठपणट्ठा सव्वे तुरयगया रहवरादी य।।७।।
सुरधनुस्तडिद्वच्चपला इन्द्रियविषयाः सुभृत्यवर्गाश्च । दृष्टप्रणष्टा: सर्वे तुरगगजा: रथवरादयश्च ।।७।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધૂવાનુપ્રેક્ષા]
[૭ અર્થ - આ જગતમાં ઇન્દ્રિયોના વિષયો છે તે ઇન્દ્રધનુષ અને વિજળીના ચમકાર જેવા ચંચળ છે; પ્રથમ દેખાય પછી તુરત જ વિલય પામી જાય છે. વળી તેવી જ રીતે ભલા ચાકરોનો સમૂહું અને સારા ઘોડા-હાથી-રથ છે તે સર્વ વસ્તુ પણ એ જ પ્રમાણે છે.
ભાવાર્થ:- આ જીવ, સારા સારા ઇન્દ્રિયવિષયો અને ઉત્તમ નોકર, ઘોડા, હાથી અને રથાદિકની પ્રાપ્તિથી સુખ માને છે પરંતુ એ સર્વ ક્ષણભંગુર છે. માટે અવિનાશી સુખનો ઉપાય કરવો જ યોગ્ય છે. - હવે બંધુજનોનો સંયોગ કેવો છે તે દષ્ટાંતપૂર્વક કહે છે:पंथे पहियजणाणं जह संजोओ हवेइ खणमित्तं। बंधुजणाणं च तहा संजोओ अद्धुओ होइ।।८।। पथि पथिकजनानां यथा संयोगो भवति क्षणमात्रम्। बन्धुजनानां च तथा संयोगः अध्रुवः भवति।।८।।
અર્થ - જેમ પંથમાં પથિકજનોનો સંયોગ ક્ષણમાત્ર છે, તે જ પ્રમાણે સંસારમાં બંધુજનોનો સંયોગ પણ અસ્થિર છે.
ભાવાર્થ- આ જીવ, બહોળો કુટુંબ-પરિવાર પામતાં અભિમાનથી તેમાં સુખ માને છે અને એ મદ વડે પોતાના સ્વરૂપને ભૂલે છે, પણ એ બંધુવર્ણાદિનો સંયોગ માર્ગના પથિકન જેવો જ છે, થોડા જ સમયમાં વિખરાઈ જાય છે. માટે એમાં જ સંતુષ્ટ થઈને સ્વરૂપને ન ભૂલવું.
હવે આગળ દેહના સંયોગની અસ્થિરતા દર્શાવે છે:अइलालिओ वि देहो ण्हाणसुयंधेहिं विविहभक्खेहिं। खणमित्तेण वि विहडइ जलभरिओ आमघडओ व्व।।९।।
अतिलालितः अपि देहः स्नानसुगन्धैः विविधभक्ष्यैः। क्षणमात्रेण अपि विघटते जलभृतः आमघट: इव।।९।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮]
[ સ્વામિકાતિકયાનુપ્રેક્ષા અર્થ : જાઓ તો ખરા આ દેહ, સ્નાન અને સુગંધી વસ્તુઓ વડે સજાવવા છતાં પણ તથા અનેક પ્રકારનાં ભોજનાદિ ભક્ષ્યો વડે પાલન કરવા છતાં પણ જળ ભરેલા કાચા ઘડાની માફક, ક્ષણમાત્રમાં વિલય પામી જાય છે.
ભાવાર્થ:- એવા શરીરમાં સ્થિરબુદ્ધિ કરવી તે મોટી ભૂલ છે.
આગળ લક્ષ્મીનું અસ્થિરપણું દર્શાવે છે:जा सासया ण लच्छी चक्कहराणं पि पुण्णवंताणं। सा किं बंधेइ रइं इयरजणाणं अपुण्णाणं ।।१०।। या शाश्वता न लक्ष्मीः चक्रधराणां अपि पुण्यवताम्। सा किं बघ्नाति रतिं इतरजनानां अपुण्यानाम्।।१०।।
અર્થ- જે લક્ષ્મી અર્થાત્ સંપદા (ઉત્કૃષ્ટ) પુણકર્મના ઉદય સહિત જે ચક્રવર્તી તેમને પણ શાશ્વતરૂપ નથી તો અન્ય જે પુણ્યોદય વિનાના વા અલ્પપુણ્યવાળા પુરુષો તેની સાથે કેમ રાગ બાંધે? અપિતુ ન બાંધે.
ભાવાર્થ- એ સંપદાના અભિમાનથી આ પ્રાણી તેમાં પ્રીતિ કરે છે તે વૃથા છે.
આગળ એ જ અર્થને વિશેષતાથી કહે છેकत्थवि ण रमइ लच्छी कुलीणधीरे वि पंडिए सूरे। पुज्जे धम्मिट्ठे वि य सुरूवसुयणे महासत्ते।।११।। कुत्र अपि न रमते लक्ष्मी: कुलीनधीरे अपि पण्डिते शूरे। पूज्ये धर्मिष्ठे अपि च सुरूपसुजने महासत्त्वे ।।११।।
અર્થ:- આ લક્ષ્મી-સંપદા કુળવાન, વૈર્યવાન, પંડિત, સુભટ, પૂજ્ય, ધર્માત્મા, રૂપવાન, સુજન અને મહા પરાક્રમી ઇત્યાદિ કોઈ પુરુષોમાં પણ રાચતી નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્વાનુપ્રેક્ષા ]
[૯
ભાવાર્થ:- કોઈ જાણે કે-હું મોટા કુળનો છું, મારે પેઢી દર પેઢીથી આ સંપદા ચાલી આવે છે તો તે ક્યાં જવાની છે? હું ધીરજવાન છું એટલે કેવી રીતે ગુમાવીશ? હું પંડિત છું-વિધાવાન છું, તો તેને કોણ લઈ શકવાનું છે? ઊલટા મને તેઓ આપશે જ; હું સુભટ છું તેથી કેવી રીતે કોઈને લેવા દઈશ? હું પૂજનિક છું તેથી મારી કોણ લઈ શકે? હું ધર્માત્મા છું અને ધર્મથી તો તે આવે છે, છતી જાય કેવી રીતે? હું મા રૂપવાન છું, મારું રૂપ દેખતાં જ જગત પ્રસન્ન થાય છે, તો આ સંપદા ક્યાં જવાની છે? હું સજ્જન અને પરોપકારી છું એટલે તે ક્યાં જશે? તથા હું મહા પરાક્રમી છું, સંપદાને વધારીશ જ, છતીને તે કયાં જવા દઈશ ?-એ સર્વ વિચારો મિથ્યા છે; કારણ કે આ સંપદા જોતજોતામાં વિલય પામી જાય છે, કોઈની રાખી તે રહેતી નથી.
હવે કહે છે કે-લક્ષ્મી પ્રાપ્ત થઈ તેને શું કરીએ ? તેનો ઉત્તર :
ता भुंजिज्जर लच्छी दिज्जउ दाणे दयापहाणेण । जा जलतरंगचवला दो तिण्ण दिणाणि चिट्ठेइ ।। १२ ।। तावत् भुज्यतां लक्ष्मीः दीयतां दाने दयाप्रधानेन । या जलतरङ्गचपला द्वित्रिदिनानि નેતે।। ૨।।
અર્થ:- આ લક્ષ્મી જલતરંગની માફક ચંચલ છે એટલે જ્યાં સુધી તે બે-ત્રણ દિવસ સુધી ચેષ્ટા કરે છે–મોજૂદ છે ત્યાં સુધી તેને ભોગવો વા દયાપ્રધાની થઈને દાનમાં આપો.
ભાવાર્થ:- કોઈ કૃપણબુદ્ધિ આ લક્ષ્મીને માત્ર સંચય કરી સ્થિર રાખવા ઇચ્છે છે તેને ઉપદેશ છે કે-આ લક્ષ્મી ચંચલ છે, સ્થિર રહેવાની નથી, માટે જ્યાં સુધી થોડા દિવસ એ વિદ્યમાન (મોદ) છે ત્યાં સુધી તેને પ્રભુભક્તિ અર્થે વા પરોપકાર અર્થે દાનાદિમાં ખરચો તથા ભોગવો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા પ્રશ્ન- એને ભોગવવામાં તો પાપ ઉત્પન્ન થાય છે તો પછી એને ભોગવવાનો ઉપદેશ અહીં શા માટે આપો છો ?
સમાધાન માત્ર સંચય કરી રાખવામાં પ્રથમ તો મમત્વ ઘણું થાય છે તથા કોઈ કારણે તે વિનાશ પામી જાય તે વખતે વિષાદ (ખેદ) ઘણો થાય છે અને વળી આસક્તપણાથી નિરંતર કપાયભાવ તીવ્ર-મલિન રહે છે, પરંતુ તેને ભોગવવામાં પરિણામ ઉદાર રહે છેમલિન રહેતા નથી; વળી ઉદારતાપૂર્વક ભોગસામગ્રીમાં ખરચતાં જગત પણ જશ કરે છે ત્યાં પણ મન ઉજ્જવલ (પ્રસન્ન) રહે છે, કોઈ અન્ય કારણે તે વિણશી જાય તો પણ ત્યાં ઘણો વિષાદ થતો નથી ઇત્યાદિ, તેને ભોગવવામાં પણ, ગુણ થાય છે; પરંતુ કૃપણને તો તેનાથી કાંઈ પણ ગુણ ( ફાયદો) નથી, માત્ર મનની મલિનતાનું જ તે કારણ છે. વળી જે કોઈ તેનો સર્વથા ત્યાગ જ કરે તો તેને કાંઈ અહીં ભોગવવાનો ઉપદેશ છે નહિ. जो पुण लच्छिं संचदि ण य भुंजदि णेय देदि पत्तेसु। सो अप्पाणं वंचदि मणुयत्तं णिप्फलं तस्स।।१३।। यः पुनः लक्ष्मी संचिनोति न च भुङ्क्ते नैव ददाति पात्रेषु। स: आत्मानं वंचयति मनुजत्वं निष्फलं तस्य।।१३।।
અર્થ- પરંતુ જે પુરુષ લક્ષ્મીનો માત્ર સંચય કરે છે પણ પાત્રોને અર્થે આપતો નથી, તથા ભોગવતો પણ નથી, તે તો માત્ર પોતાના આત્માને જ ઠગે છે; એવા પુરુષનું મનુષ્યપણું નિષ્ફળ છેવૃથા છે.
ભાવાર્થ- જે પુરુષે, લક્ષ્મી પામીને તેને માત્ર સંચય જ કરી પણ દાન કે ભોગમાં ન ખરચી, તો તેણે મનુષ્યપણું પામી શું કર્યું? મનુષ્યપણે નિષ્ફળ જ ગુમાવ્યું, અને પોતે જ ઠગાયો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૧
અધૂવાનુપ્રેક્ષા] जो संचिऊण लच्छि धरणियले संठवेदि अइदूरे। सो पुरिसो तं लच्छि पाहाणसमाणियं कुणदि।।१४।। यः सचित्य लक्ष्मी घरणीतले संस्थापयति अतिदूरे। स: पूरुषः तां लक्ष्मी पाषाणसमानिकां करोति।।१४।।
અર્થ:- જે પુરુષ પોતાની સંચિત લક્ષ્મીને ઘણે ઊંડે પૃથ્વીતળમાં દાટે છે તે પુરુષ એ લક્ષ્મીને પાષાણ સમાન કરે છે.
ભાવાર્થ- જેમ મકાનના પાયામાં પથ્થર નાખીએ છીએ તેમ તેણે લક્ષ્મી પણ દાટી, તેથી તે પણ પાષાણ સમાન જ થઈ. अणवरयं जो संचदि लच्छि ण य देदि णेय भुंजेदि। अप्पणिया वि य लच्छी परलच्छीसमाणिया तस्स।।१५।। अनवरतं यः संचिनोति लक्ष्मी न च ददाति नैव भुङ्क्ते।। आत्मीया अपि च लक्ष्मी: परलक्ष्मीसमानिका तस्य।।१५।।
અર્થ:- જે પુરુષ લક્ષ્મીનો નિરંતર સંચય જ કરે છે પણ નથી દાન કરતો કે નથી ભોગવતો, તે પુરુષ પોતાની લક્ષ્મીને પારકી લક્ષ્મી જેવી કરે છે.
ભાવાર્થ- લક્ષ્મી પામીને જે દાન કે ભોગ કરતો નથી તેને, તે લક્ષ્મી પેલાની (તેના ખરા માલિકની) છે અને પોતે તો માત્ર રખવાળ (ચોકીદાર) છે; એ લક્ષ્મીને તો કોઈ બીજી જ ભોગવશે.
लच्छीसंसत्तमणो जो अप्पाणं धरेदि कटेण। सो राइदाइयाणं कज्जं साहेदि मूढप्पा।।१६।। लक्ष्मीसंसक्तमनाः यः आत्मानं धरति कष्टेन। स राजदायादीनां कार्यं साधयति मूढात्म।। १६ ।।
અર્થ- જે પુરુષ લક્ષ્મીમાં આસક્તચિત્ત થઈને પોતાના આત્માને કષ્ટમાં રાખે છે તે મૂઢાત્મા માત્ર રાજાઓનું અને કુટુંબીઓનું જ કાર્ય સાધે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ભાવાર્થ- લક્ષ્મીમાં આસક્તચિત્ત થઈને તેને કમાવા માટે તથા તેની રક્ષા માટે જે અનેક કષ્ટ સહે છે તે પુરુષને માત્ર ફળમાં કષ્ટ જ થાય છે; એ લક્ષ્મીને તો કુટુંબ ભોગવશે કે રાજા લઈ જશે.
जो वड्डारदि लच्छि बहुविहबुद्धीहिं णेय तिप्पेदि। सव्वारंभं कुव्वदि रत्तिदिणं तं पि चिंतेदि।।१७।। ण य भुंजदि वेलाए चिंतावत्थो ण सुवदि रयणीये। सो दासत्तं कुव्वदि विमोहिदो लच्छितरुणीए।।१८।। यः वर्धापयति लक्ष्मी बहुविधबुद्धिभिः नैव तृप्यति। सर्वारम्भं कुरुते रात्रिदिनं तमपि चिन्तयति।।१७।। न च भुङ्क्ते वेलायां चिन्तावस्थः न स्वपिति रजन्याम्। સ: વાસ– 9તે વિમોહિત: નક્શીતળ્યા: ૨૮
અર્થ- જે પુરુષ અનેક પ્રકારની કળા-ચતુરાઈ–બુદ્ધિ વડે લક્ષ્મીને માત્ર વધારે જાય છે પણ તૃપ્ત થતો નથી, એના માટે અસિ, મસિ અને કૃષિ આદિ સર્વ આરંભ કરે છે, રાત્રિદિવસ તેના જ આરંભને ચિંતવે છે, વેળાએ ભોજન પણ કરતો નથી અને ચિંતામગ્ન બની રાત્રીમાં સૂતો (ઊંઘતો) પણ નથી તે પુરુષ લક્ષ્મીરૂપ સ્ત્રીમાં મોહિત થયો થકો તેનું કિંકરપણું કરે છે.
ભાવાર્થ- જે સ્ત્રીનો કિંકર થાય તેને લોકમાં મોહલ્યા' એવું નિંઘ નામ કહે છે. તેથી જે પુરુષ નિરંતર લક્ષ્મીના અર્થે જ પ્રયાસ કરે છે તે પણ લક્ષ્મીરૂપ સ્ત્રીનો મોહલ્યા છે.
હવે, જે લક્ષ્મીને ધર્મકાર્યમાં લગાવે છે તેની પ્રશંસા કરે છે:जो वड्डमाणलच्छि अणवरयं देदि धम्मकज्जेसु। सो पंडिएहिं थुव्वदि तस्स वि सहला हवे लच्छी।।१९।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધૂવાનુપ્રેક્ષા ]
[૧૩ यः वर्धमानलक्ष्मी अनवरतं ददाति धर्मकार्येषु। सः पण्डितैः स्तूयते तस्य अपि सफला भवेत् लक्ष्मीः।। १९ ।।
અર્થ:- જે પુરુષ પુણ્યોદયથી વધતી જતી જે લક્ષ્મી, તેને નિરંતર ધર્મકાર્યોમાં આપે છે તે પુરુષ પંડિતજનો વડે સ્તુતિ કરવા યોગ્ય છે અને તેની જ લક્ષ્મી સફળ છે.
ભાવાર્થ- લક્ષ્મીને પૂજા, પ્રતિષ્ઠા, યાત્રા, પાત્રદાન અને પરોપકાર ઇત્યાદિ ધર્મકાર્યોમાં ખરચવાથી જ તે સફળ છે અને પંડિતજનો પણ તે દાતાની પ્રશંસા કરે છે.
एवं जो जाणित्ता विहलियलोयाण धम्मजुत्ताणं। णिरवेक्खो तं देदि हु तस्स हवे जीवियं सहलं ।।२०।। एवं यः ज्ञात्वा विफलितलोकेभ्यः धर्मयुक्तेभ्यः। निरपेक्षः तां ददाति खलु तस्य भवेत् जीवितं सफलम्।।२०।।
અર્થ:- જે પુરુષ ઉપર કહ્યા પ્રમાણે જાણીને ધર્મયુક્ત જે નિર્ધનજન છે તેમને, પ્રત્યુપકારની વાંચ્છારહિત થઈને, તે લક્ષ્મીને આપે છે તેનું જીવન સફળ છે.
ભાવાર્થ- પોતાનું પ્રયોજન સાધવા અર્થે તો દાન આપવાવાળા જગતમાં ઘણા છે, પરંતુ જે પ્રત્યુપકારની વાંચ્છારહિતપણે ધર્માત્મા તથા દુઃખી-દરિદ્ર પુરુષોને ધન આપે છે તેવા વિરલા છે અને તેમનું જ જીવિત સફળ છે.
હવે આગળ મોહનું માહાત્મ દર્શાવે છે:जलबुब्बुयसारिच्छं धणजोव्वणजीवियं पि पेच्छंता। मण्णंति तो वि णिच्चं अइबलिओ मोहमाहप्पो।।२१।।
जलबुबुदसदृशं धनयौवनजीवितं अपि पश्यन्तः। मन्यन्ते तथापि नित्यं अतिबलिष्ठं मोहमाहात्म्यम्।।२१।।
અર્થ:- આ પ્રાણી ધન-યૌવન-જીવનને જલના બદબુદની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા માફક તુરત વિલય પામી જતાં જોવા છતાં પણ તેને નિત્ય માને છે એ જ મોટું આશ્ચર્ય છે-એ જ મોહનું મહા બળવાન માહામ્ય છે.
ભાવાર્થ- વસ્તુનું સ્વરૂપ અન્યથા જણાવવામાં મદ્યપાન, જ્વરાદિ રોગ, નેત્રવિકાર અને અંધકાર ઇત્યાદિ અનેક કારણો છે, પરંતુ આ મોહ તો એ સર્વથી પણ બલવાન છે, કે જે પ્રત્યક્ષ વસ્તુને વિનાશીક દેખે છે છતાં તેને નિત્યરૂપ જ મનાવે છે. તથા મિથ્યાત્વ, કામ, ક્રોધ, શોક ઈત્યાદિક બધા મોહના જ ભેદ છે. એ બધાય વસ્તુ સ્વરૂપમાં અન્યથા બુદ્ધિ કરાવે છે.
હવે આ કથનને સંકોચે છે - चइऊण महामोहं विसए मुणिऊण भंगुरे सव्वे। णिव्विसयं कुणह मणं जेण सुहं उत्तमं लहए।।२२।। त्यक्त्वा महामोहं विषयान् ज्ञात्वा भंगुरान् सर्वान्। निर्विषयं कुरुत मनः येन सुखं उत्तमं लभध्वे।। २२।।
અર્થ - હે ભવ્યજીવ! તું સમસ્ત વિષયોને વિનાશીક જાણીને મહામોહને છોડી તારા અંતઃકરણને વિષયોથી રહિત કર, જેથી તું ઉત્તમ સુખને પ્રાપ્ત થાય.
ભાવાર્થ:- ઉપર કહ્યા પ્રમાણે સંસાર, દેહ, ભોગ, લક્ષ્મી ઇત્યાદિ સર્વ અસ્થિર દર્શાવ્યાં. તેમને જાણી જે પોતાના મનને વિષયોથી છોડાવી, આ અસ્થિરભાવના ભાવશે તે ભવ્ય જીવ સિદ્ધપદના સુખ ને પ્રાપ્ત થશે.
(દોહરો)
द्रव्यदृष्टितै वस्तु थिर, पर्यय अथिर निहारि। उपजत विनशत देखिकै हरष विषाद निवारि।।
ઇતિ અઘૂવાનુપ્રેક્ષા સમાસ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨. અશરણાનુપ્રેક્ષા तत्थ भवे किं सरणं जत्थ सुरिंदाण दीसदे विलओ। हरिहरबंभादीया कालेण य कवलिया जत्थ।।२३।।
तत्र भवे किं शरणं यत्र सुरेन्द्राणां दृश्यते विलयः। हरिहरब्रह्मादिका: कालेन च कवलिताः यत्र।। २३।।
અર્થ:- જે સંસારમાં દેવોના ઇદ્રોનો પણ વિનાશ જોવામાં આવે છે, જ્યાં હરિ અર્થાત્ નારાયણ, હુર અર્થાત્ દ્ધ અને બ્રહ્મા અર્થાત્ વિધાતા તથા આદિ શબ્દથી મોટા મોટા પદવીધારક સર્વ કાળ વડે કોળિયો બની ગયા તે સંસારમાં શું શરણરૂપ છે? કોઈ પણ નહિ.
ભાવાર્થ:- શરણ તેને કહેવાય કે જ્યાં પોતાની રક્ષા થાય, પણ સંસારમાં તો જેનું શરણ વિચારવામાં આવે તે પોતે જ કાળ પામતાં નાશ પામી જાય છે, ત્યાં પછી કોનું શરણ ?
હવે તેનું દષ્ટાંત કહે છે:सीहस्स कमे पडिदं सारंगं जह ण रक्खदे को वि। तह मिच्चुणा य गहिदं जीवं पि ण रक्खदे को वि।। २४।। सिंहस्य क्रमे पतितं सारगं यथा न रक्षति क: अपि। तथा मृत्युना च गृहीतं जीवं अपि न रक्षति क: अपि।।२४।।
અર્થ- જેમ જંગલમાં સિંહના પગ તળે પડેલા હરણને કોઈપણ રક્ષણ કરવાવાળું નથી તેમ આ સંસારમાં કાળ વડે ગ્રહાયેલા પ્રાણીને કોઈપણ રક્ષણ આપી શકતું નથી.
ભાવાર્થ- જંગલમાં સિંહ કોઈ હરણને (પોતાના) પગતળે પકડે ત્યાં તેનું કોણ રક્ષણ કરે? એ જ પ્રમાણે આ, કાળનું દષ્ટાંત જાણવું. હવે એ જ અર્થને દઢ કરે છે. जइ देवो वि य रक्खदि मंतो तंतो य खेत्तपालो य। मियमाणं पि मणुस्सं तो मणुया अक्खया होति।।२५।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ ]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા यदि देवः अपि च रक्षति मन्त्र: तन्त्रः च क्षेत्रपाल: च। म्रियमाणं अपि मनुष्यं तत मनुजाः अक्षयाः भवन्ति।।२५।।
અર્થ - મરણને પ્રાપ્ત થતા મનુષ્યને જો કોઈ દેવ, મંત્ર, તંત્ર, ક્ષેત્રપાલ અને ઉપલક્ષણથી લોકો જેમને રક્ષક માને છે તે બધાય રક્ષવાવાળા હોય તો મનુષ્ય અક્ષય થઈ જાય અર્થાત્ કોઈપણ મરે જ નહિ.
ભાવાર્થ- લોકો જીવવાને માટે દેવપૂજા, મંત્રતંત્ર અને ઔષધી આદિ અનેક ઉપાય કરે છે. પરંતુ નિશ્ચયથી વિચારીએ તો કોઈ જીવતા (શાશ્વત ) દેખાતા નથી, છતાં નિરર્થક જ મોહથી વિકલ્પ ઉપજાવે છે.
હવે એ જ અર્થને ફરીથી દઢ કરે છે:अइबलिओ वि रउद्दो मरणविहीणो ण दीसदे को वि। रक्खिज्जंतो वि सया रक्खपयारेहिं विविहेहिं।। २६ ।।
अतिबलिष्ट अपि रौद्र: मरणविहीन: न दृश्यते क: अपि। रक्षमाणः अपि सदा रक्षाप्रकारैः विविधैः।। २६ ।।
અર્થ:- આ સંસારમાં અતિ બળવાન, અતિ રૌદ્ર-ભયાનક અને રક્ષણના અનેક પ્રકારોથી નિરંતર રક્ષણ કરવામાં આવતો હોવા છતાં પણ મરણ રહિત કોઈ પણ દેખાતો નથી.
ભાવાર્થ - ગઢ, કોટ, સુભટ અને શસ્ત્ર આદિ રક્ષાના અનેક પ્રકારોથી ઉપાય ભલે કરો પરંતુ મરણથી કોઈ બચતું નથી અને સર્વ ઉપાયો વિફળ (નિષ્ફળી જાય છે.
હવે પરમાં શરણ કહ્યું તેના અજ્ઞાનને દર્શાવે છે:एवं पेच्छंतो वि हु गहभूयपिसायजोइणीजक्खं। सरणं मण्णइ मूढो सुगाढमिच्छत्तभावादो।। २७।। एवं पश्यन् अपि खलु ग्रहभूतपिशाचयोगिनीजक्षम्। शरण मन्यते मूढः सुगाढमिथ्यात्वभावात्।।२७।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અશરણાનુપ્રેક્ષા ]
[૧૭
અર્થ:- એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારથી અશરણતા પ્રત્યક્ષ દેખવા છતાં પણ મૂઢ મનુષ્ય, તીવ્ર મિથ્યાત્વભાવથી સૂર્યાદિ ગ્રહ, ભૂત, વ્યંતર, પિશાચ, જોગણી, ચંડિકાદિક અને મણિભદ્રાદિક યક્ષોનું શરણ માને છે.
ભાવાર્થ:- આ પ્રાણી પ્રત્યક્ષ જાણે છે કે મરણથી કોઈ પણ રક્ષણ કરવાવાળું નથી છતાં એ, ગ્રહાદિકમાં શરણપણું કલ્પે છે; એ બધું તીવ્ર મિથ્યાત્વના ઉદયનું માહાત્મ્ય છે.
હવે, મરણ થાય છે તે આયુના ક્ષયથી જ થાય છે એમ કહે
છેઃ
आउक्खएण मरणं आउं दाउं ण सक्कदे को वि। तम्हा देविंदो वि य मरणाउ ण रक्खदे को वि ।। २८ ।। आयु: क्षयेण मरणं आयुः दातुं न शक्नोति कः अपि । तस्मात् देवेन्द्रः अपि च मरणात् न रक्षति कः अपि ।। २८ ।।
અર્થ:- આયુકર્મના ક્ષયથી મરણ થાય છે. વળી એ આયુકર્મ કોઈને કોઈ પણ આપવા સમર્થ નથી, માટે દેવોનો ઇંદ્ર પણ મરણથી બચાવી શકતો નથી.
ભાવાર્થ:- આયુ પૂર્ણ થવાથી મરણ થાય છે અને એ આયુ કોઈ પણ કોઈને આપવા સમર્થ નથી; તો પછી રક્ષણ કરવાવાળો કોણ છે? તે વિચારો.
હવે એ જ અર્થને દઢ કરે છેઃ
अप्पाणं पि चवंतं जइ सक्कदि रक्खिदुं सुरिंदो वि । तो किं छंडदि सग्गं सव्वुत्तमभोयसंजुत्तं ।। २९ ।। आत्मानं अपि च्यवन्तं यदि शक्नोति रक्षितुं सुरेन्द्रः अपि । तत् किं त्यजति
स्वर्गं
सर्वोत्तमभोगसंयुक्तम्।। २९।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા અર્થ:- દેવોનો ઇન્દ્ર પણ પોતાને ચવતો (મરતો) થકો રાખવાને સમર્થ હોત તો સર્વોત્તમ ભોગો સહિત જે સ્વર્ગનો વાસ તેને તે શા માટે છોડત?
ભાવાર્થ- સર્વ ભોગોનું સ્થળ પોતાના વશ ચાલતું હોય તેને કોણ છોડે ?
હવે પરમાર્થ (સાચું) શરણ દર્શાવે છે:दंसणणाणचरितं सरणं सेवेह परमसद्धाए। अणं किं पि ण सरणं संसारे संसरंताणं ।।३०।। दर्शनज्ञानचारित्रं शरणं सेवध्वं परमश्रद्धया। अन्यत् किं अपि न शरणं संसारे संसरताम्।।३०।।
અર્થ - હે ભવ્ય ! તું પરમ શ્રદ્ધાપૂર્વક દર્શનશાનચારિત્રસ્વરૂપ (આત્માના) શરણને સેવન કર. આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવોને અન્ય કોઈ પણ શરણ નથી.
ભાવાર્થ- સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પોતાનું સ્વરૂપ છે અને એ જ પરમાર્થરૂપ (વાસ્તવિક-સાચું) શરણ છે, અન્ય સર્વ અશરણ છે. નિશ્ચય શ્રદ્ધાપૂર્વક એ જ શરણને પકડો-એમ અહીં ઉપદેશ છે.
હવે એ જ વાતને દઢ કરે છે:अप्पा णं पि य सरणं खमादिभावेहिं परिणदो होदि। तिव्वकसायाविट्ठो अप्पाणं हणदि अप्पेण।।३१।।
आत्मा ननु अपि च शरणं क्षमादिभावैः परिणतः भवति। तीव्रकषायाविष्ट: आत्मानं हिनस्ति आत्मना।।३१।।
અર્થ:- ઉત્તમ ક્ષમાદિ સ્વભાવે પરિણત આત્મા જ ખરેખર શરણ છે; પણ જે તીવ્રકષાયયુક્ત થાય છે તે પોતા વડે પોતાને જ હણે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારાનુપ્રેક્ષા ]
[ ૧૯
ભાવાર્થ:- ૫૨માર્થથી વિચારવામાં આવે તો પોતાને પોતે જ રક્ષવાવાળો છે અને પોતે જ ઘાતવાવાળો છે. કોધાદિરૂપ ભાવ કરે છે ત્યારે શુદ્ધ ચૈતન્યનો ઘાત થાય છે તથા ક્ષમાદિરૂપ ભાવ કરે છે ત્યારે પોતાની રક્ષા થાય છે; અને એ જ (ક્ષમાદિ) ભાવોથી, જન્મમરણ રહિત થઈને, અવિનાશી પદ પ્રાપ્ત થાય છે.
વસ્તુસ્વભાવવિચારથી, શરણ આપકો આપ; વ્યવહા૨ે પંચ પરમગુરુ, અવર સકલ સંતાપ.
ઇતિ અશરણાનુપ્રેક્ષા સમાય.
*
૩. સંસારાનુપ્રેક્ષા
અહીં પ્રથમ બે ગાથાઓ વડે સંસારનું સામાન્ય સ્વરૂપ કહે છેઃ
एकं चयदि सरीरं अण्णं गिण्हेदि णवणवं जीवो। पुणु पुणु अण्णं अण्णं गिण्हदि मुंचेदि बहुवारं ।। ३२ ।। एवं जं संसरणं णाणादेहेसु हवदि जीवस्स । सो संसारो भण्णदि मिच्छकसाएहिं जुत्तस्स ।। ३३ ।। एकं त्यजति शरीरं अन्यत् गृह्णति नवं नवं जीवः । पुनः पुनः अन्यत् अन्यत् गृह्णाति मुंचति बहुवारम् ।। ३२ ।। एवं यत् संसरणं नानादेहेषु भवति जीवस्य । સ: સંસાર : મન્યતે મિથ્યાષાયૈ: યુòસ્ય।।રૂરૂ।।
=
અર્થ:- મિથ્યાત્વ અર્થાત્ વસ્તુનું સર્વથા એકાંતરૂપ શ્રદ્ધાન કરવું અને કષાય એટલે ક્રોધ-માન-માયા-લોભ-એ સહિત આ જીવને અનેક દેહોમાં જે સંસ૨ણ અર્થાત્ ભ્રમણ થાય છે તેને ‘સંસાર ’ કહીએ છીએ. તે કેવી રીતે ? એ જ કહીએ છીએ:- એક શરીરને છોડી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા અન્યને ગ્રહણ કરે; વળી પાછો નવું શરીર ગ્રહણ કરી, પાછો તેને પણ છોડી, અન્યને ગ્રહણ કરે; એ પ્રમાણે ઘણી વાર (શરીરને) ગ્રહણ કર્યા જ કરે તે જ સંસાર છે.
ભાવાર્થ- એક શરીરથી અન્ય શરીરની પ્રાપ્તિ થયા કરે તે જ સંસાર છે.
હવે એ પ્રમાણે સંસારમાં સંક્ષેપથી ચાર ગતિ છે તથા અનેક પ્રકારનાં દુઃખ છે. ત્યાં પ્રથમ જ નરકગતિનાં દુઃખોને છ ગાથાઓ દ્વારા કહે છે:
નરકગતિનાં દુઃખો पाव-उदयेण णरए जायदि जीवो सहेदि बहदुक्खं । पंचपयारं विविहं अणोवमं अण्णदुक्खेहिं।। ३४।। पापोदयेन नरके जायते जीव: सहते बहुदुःखम्। पंचप्रकारं विविधं अनौपम्यं अन्यदुःखैः।। ३४।।
અર્થ - પાપના ઉદયથી આ જીવ નરકમાં ઉત્પન્ન થાય છે, ત્યાં પાંચ પ્રકારનાં વિવિધ ઘણાં દુઃખ સહન કરે છે, જેમને તિર્યંચાદિ અન્ય ગતિઓનાં દુઃખોની ઉપમા આપી શકાતી નથી.
ભાવાર્થ- જે જીવોની હિંસા કરે છે, જૂઠ બોલે છે, પરધન હરણ કરે છે, પરનારીને વાંચ્છે છે, ઘણા આરંભ કરે છે, પરિગ્રહમાં આસક્ત છે, ઘણો ક્રોધી, તીવ્ર માની, અતિ કપટી, અતિકઠોરભાષી, પાપી, ચુગલીખોર, (અતિ ) કૃપણ, દેવશાસ્ત્રગુરુનિંદક, અધમ, દુર્બુદ્ધિ, કૃતઘી અને ઘણો જ શોક-દુઃખ કરવાની જ જેની પ્રકૃતિ છે એવો જીવ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં અનેક પ્રકારનાં દુઃખને સહે છે.
હવે ઉપર કહેલાં પાંચ પ્રકારના દુઃખ ક્યાં ક્યાં છે તે કહે છે:
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
સંસારાનુપ્રેક્ષા ]
[૨૧
असुरोदीरियदुक्खं सारीरं माणसं तहा विविहं। खित्तुब्भवं च तिव्वं अप्णोण्णकयं च असुरोदीरितदुःख शारीरं मानसं तथा क्षेत्रोद्भवं च तीव्रं अन्योऽन्यकृतं च
पंचविहं ।। ३५ ।।
विविधम्। पंचविधम्।। ३५ ।।
અર્થ:- અસુરકુમારદેવોથી ઉપજાવેલાં દુઃખ, ( પોતાના ) શરીરથી જ ઉત્પન્ન થયેલાં દુ:ખ, મનથી અને અનેક પ્રકારનાં ક્ષેત્રથી ઉત્પન્ન થયેલાં દુ:ખ તથા પરસ્પર કરેલાં દુઃખ-એ પ્રમાણે પાંચ પ્રકારનાં દુ:ખ છે.
ભાવાર્થ:- ત્રીજા નરક સુધી તો અસુરકુમા૨દેવો માત્ર કુતૂહલથી જાય છે અને નારકીઓને જોઈ તેમને પરસ્પર લડાવે છેઅનેક પ્રકારથી દુ:ખી કરે છે; વળી એ નારકીઓનાં શરીર જ પાપના ઉદયથી સ્વયમેય જ અનેક રોગયુક્ત, બૂરાં, ઘૃણાકારી અને દુઃખમય હોય છે, તેમનાં ચિત્ત જ મહાક્રૂર અને દુઃખરૂપ જ હોય છે; નરકનું ક્ષેત્ર મહાશીત, ઉષ્ણ, દુર્ગંધાદિ અનેક ઉપદ્રવ સહિત છે; તથા પરસ્પર વેરના સંસ્કારથી (આપસ આપસમાં ) છેદન, ભેદન, મારણ, તાડન અને કુંભીપાક વગેરે કરે છે; ત્યાંનાં દુઃખ ઉપમારહિત છે.
હવે એ જ દુ:ખનો વિશેષ (ભેદ) કહે છે :
छिज्जइ तिलतिलमित्तं भिंदिज्जइ तिलतिलंतरं सयलं । वज्जग्गिए कढिज्जइ हिप्पए પૂર્ણRsમ્તિ।। રૂ૬।। छिद्यते तिलतिलमात्रं भिद्यते तिलतिलान्तरं सकलम् । वज्राग्निना कथ्यते निधीयते પૂયછુન્હે।। રૂ૬ ।।
અર્થ:- જ્યાં શ૨ી૨ને તલતલ પ્રમાણ છેદવામાં આવે છે, તેના તલતલ જેટલા શકલ અર્થાત્ ખંડને પણ ભેદવામાં આવે છે, વજ્રાગ્નિમાં પકાવવામાં આવે છે તથા પરુના કુંડમાં નાખવામાં આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
२२]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા इच्चेवमाईदुक्खं जं णरए सहदि एयसमयम्हि। तं सयलं वण्णे, ण सक्कदे सहसजीहो वि।।३७।। इत्येवमादिदुःखं यत् नरके सहते एकसमये। तत्सकलं वर्णयितुं न शक्नोति सहस्त्रजिह्व अपि।। ३७।।
ભાવાર્થ- એ પ્રમાણે પૂર્વ ગાથામાં કહ્યાં તેને માંડીને જે દુઃખો તે નરકમાં એક કાળમાં જીવ સહન કરે છે તેનું કથન કરવાને, જેને હજાર જીભ હોય તે પણ સમર્થ થતો નથી.
ભાવાર્થ- આ ગાથામાં નરકના દુઃખોનું વચનઅગોચરપણું ऽयुं छे.
હવે નરકનું ક્ષેત્ર તથા એ નારકીઓના પરિણામ દુઃખમય જ छते हे छ:सव्वं पि होदि णरये खेत्तसहावेण दुक्खदं असुहं। कुविदा वि सव्वकालं अण्णोण्णं होंति णेरइया।।३८ ।। सर्वं अपि भवति नरके क्षेत्रस्वभावेन दु:खदं अशुभम्। कुपिताः अपि सर्वकालं अन्योऽन्यं भवन्ति नैरयिकाः।। ३८।।
અર્થ - નરકના ક્ષેત્રસ્વભાવથી જ બધુંય દુઃખદાયક છે. અશુભ છે તથા નારકીજીવ સદાકાળ પરસ્પર કુધિત છે.
ભાવાર્થ- ક્ષેત્ર તો સ્વભાવથી દુઃખરૂપ છે જ, પરંતુ નારકી (જીવો) પરસ્પર ક્રોધી થતા થકા એકબીજાને મારે છે. એ પ્રમાણે તેઓ નિરંતર દુઃખી જ રહે છે. अण्णभवे जो सुयणो सो वि य णरए हणेइ अइकुविदो। एवं तिव्वविवागं बहुकालं विसहदे दुःक्खं ।। ३९ ।।
अन्यभवे यः सुजनः सः अपि च नरके हन्ति अतिकुपितः। एवं तीव्रविपाकं बहुकालं विषहते दुःखम्।।३९ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારાનુપ્રેક્ષા ]
[ ૨૩ અર્થ:- પૂર્વભવમાં જે સ્વજન-કુટુંબી હતો તે પણ આ નરકમાં કોધી બનીને ઘાત કરે છે. એ પ્રમાણે તીવ્ર છે વિપાક જેમનો એવાં દુઃખો ઘણા કાળ સુધી નારકીજીવો સહન કરે છે.
ભાવાર્થ-એવાં દુઃખો સાગરોપમ (કાળ) સુધી સહન કરે છે તોપણ આયુષ્ય પૂર્ણ કર્યા વિના ત્યાંથી નીકળવું બનતું નથી.
હવે તિર્યંચગતિનાં દુઃખોને સાડાચાર ગાથાઓ દ્વારા કહે છે.
તિર્યંચગતિનાં દુઃખો तत्तो णीसरिदूणं जायदि तिरिएसु बहुवियप्पेसु। तत्थ वि पावदि दुखं गब्भे वि य छेयणादीयं ।। ४०।। ततः निःसृत्य जायते तिर्यक्षु बहुविकल्पेषु। तत्र अपि प्राप्नोति दुःखं गर्भे अपि च छेदनादिकम्।। ४०।।
અર્થ - એ નરકમાંથી નીકળીને અનેક પ્રકારના ભેદોવાળી જે તિર્યંચગતિ તેમાં (જીવ) ઉત્પન્ન થાય છે, ત્યાં પણ ગર્ભમાં તે દુઃખ પામે છે. “પિ' શબ્દથી સમૂઈન થઈ છેદનાદિકનાં દુ:ખ પામે છે. तिरिएहिं खज्जमाणो दुट्ठमणुस्सेहिं हण्णमाणो वि। सव्वत्थ वि संतट्ठो भयदुक्खं विसहदे भीम।। ४१।। तिर्यग्भि: खाद्यमान: दुष्टमनुष्यैः हन्यमान: अपि। सर्वत्र अपि संत्रस्त: भयदुःखं विषहते भीमम्।। ४१।।
અર્થ- એ તિર્યંચગતિમાં જીવ, સિંહ-વાઘ આદિ વડે ભક્ષણ થતો તથા દુષ્ટ મનુષ્ય (સ્વેચ્છ, પારધી, માછીમાર આદિ) વડે માર્યો જતો થકો સર્વ ઠેકાણે ત્રાસયુક્ત બની રૌદ્ર-ભયાનક દુઃખોને અતિશય સહન કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
२४]
[स्वामितियानुप्रेक्षा अण्णोण्णं खज्जंता तिरिया पावंति दारुणं दुक्खं। माया वि जत्थ भक्खदि अण्णो को तत्थ रक्खेदि।। ४२।। अन्योऽन्यं खादन्तः तिर्यञ्चः प्राप्नुवन्ति दारुणं दुःखम्। माता अपि यत्र भक्षति अन्य: क: तत्र रक्षति।।४२।।
અર્થ- એ તિર્યંચગતિમાં જીવ પરસ્પર ભક્ષણ થતા થકા ઉત્કૃષ્ટ દુઃખ પામે છે; તે આને ખાય અને આ તેને ખાય. જ્યાં જેના ગર્ભમાં ઉત્પન્ન થયો છે એવી માતા પણ પુત્રને ભક્ષણ કરી જાય, તો પછી અન્ય કોણ રક્ષણ કરે? तिव्वतिसाए तिसिदो तिव्वविभुक्खाइ भुक्खिदो संतो। तिव्वं पावदि दुक्खं उयरहुयासेण डझंतो।।४३।।
तीव्रतृषया तृषित: तीव्रबुभुक्षया भुक्षितः सन्। तीव्र प्राप्नोति दुःखं उदरहुताशेन: दह्यमानः।। ४३।।
અર્થ - એ તિર્યંચગતિમાં જીવ તીવ્ર તરસથી તૃષાતુર તથા તીવ્ર ભૂખથી ક્ષુધાતુર થયો થકો તેમ જ ઉદરાગ્નિથી બળતો થકો (ઘણાં) તીવ્ર દુઃખ પામે છે.
હવે એ કથનને સંકોચે છે - एवं बहुप्पयारं दुक्खं विसहेदि तिरियजोणीसु। तत्तो णीसरिदूणं लद्धि-अपुण्णो णरो होदि।। ४४ ।। एवं बहुप्रकारं दुःखं विषहते तिर्यग्योनिषु। ततः निःसृत्य लब्धि-अपूर्णः नरः भवति।।४४।।
અર્થ- એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારથી તિર્યંચયોનિમાં જીવ અનેક પ્રકારથી દુઃખ પામે છે અને તેને સહે છે. એ તિર્યંચગતિમાંથી નીકળી (કદાચિત્ ) મનુષ્ય થાય તો કેવો થાય? લબ્ધિઅપર્યાપ્ત, કે જ્યાં પર્યાતિ પૂરી જ ન થાય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારાનુપ્રેક્ષા]
હવે મનુષ્યગતિનાં જે દુઃખો છે તેને બાર ગાથાઓ દ્વારા કહે છે. ત્યાં પ્રથમ જ ગર્ભમાં ઊપજે તે અવસ્થા કહે છે :
મનુષ્યગતિનાં દુઃખો अह गभ्भे वि य जायदि तत्थ वि णिवडीकयंगपच्चंगो। विसहदि तिव्वं दुक्खं णिग्गममाणो वि जोणीदो।।४५।। अथ गर्भे अपि च जायते तत्र अपि निवडीकृत-अङ्गप्रत्यङ्गः। विषहते तीव्र दुःखं निर्गच्छन् अपि योनितः।। ४५।।
અર્થ- અથવા ગર્ભમાં ઊપજે તો ત્યાં પણ હસ્તપાદાદિ અંગ અને આંગળાં આદિ પ્રત્યંગ એ બધા એકઠા સંકુચિત રહ્યા થકા (જીવ) દુઃખ સહે છે અને ત્યાંથી યોનિદ્વારે નીકળતાં તે તીવ્ર દુઃખને સહન કરે છે.
વળી તે કેવો થાય, તે કહે છે:बालो वि पियरचत्तो परउच्छितॄण वड्ढदे दुहिदो। एवं जायणसीलो गमेदि कालं महादुक्खं ।। ४६।। बाल: अपि पितृत्यक्तः परोच्छिष्टेन वर्धते दुःखितः। एवं याचनशीलः गमयति कालं महादुःखम्।।४६ ।।
અર્થ:- ગર્ભમાંથી નીકળ્યા પછી બાળઅવસ્થામાં જ માતા-પિતા મરી જાય તો દુઃખી થતો થકો પારકી ઉચ્છિષ્ટ વડે જીવનનિર્વાહ કરતો તથા માગવાનો જ છે સ્વભાવ જેનો એવો તે, મહાદુઃખે કાળ નિર્ગમન કરે છે.
વળી કહે છે કે એ બધું પાપનું ફળ છે - पावेण जणो एसो दुक्कम्मवसेण जायदे सव्वो। पुणरवि करेदि पावं ण य पुण्णं को वि अज्जेदि।।४७।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
पापेन जनः एषः दुःकर्मवशेन जायते सर्वः । पुनः अपि करोति पापं न च पुण्यं कः अपि अर्जयति ।। ४७ ।।
અર્થ:- આ લોકના બધા મનુષ્યો પાપના ઉદયથી અશાતાવેદનીય, નીચગોત્ર અને અશુભનામ-આયુ આદિ દુષ્કર્મના વશે એવાં દુ:ખો સહન કરે છે તોપણ પાછા પાપ જ કરે છે, પણ પૂજા, દાન, વ્રત, તપ અને ધ્યાનાદિ છે લક્ષણ જેનું એવાં પુણ્યને ઉપજાવતા નથી એ મોટું અજ્ઞાન છે.
विरलो अज्जदि पुण्णं सम्मादिट्ठी वएहिं संजुत्तो । उवसमभावे सहिदो जिंदणगरहाहिं
विरल: अर्जयति पुण्यं सम्यग्दृष्टि: व्रतैः उपशमभावेन सहितः निन्दनगर्हाभ्यां
संजुत्तो ।। ४८ ।।
संयुक्तः । संयुक्तः ।। ४८ ।।
અર્થ:- સમ્યગ્દષ્ટિ અર્થાત્ યથાર્થ શ્રદ્ધાવાન, મુનિ-શ્રાવકનાં વ્રતો સહિત, ઉપશમભાવ અર્થાત્ મંદકષાય પરિણામી, નિંદન અર્થાત્ પોતાના દોષોને પોતે યાદ કરી પ્રશ્ચાત્તાપ કરનાર, અને ગર્હણ અર્થાત્ પોતાના દોષને ગુરુજન પાસે વિનયથી કહેનાર; એ પ્રમાણે નિંદાગર્હાસંયુક્ત જીવ પુણ્યપ્રકૃતિઓને ઉપજાવે છે, પણ એવા વિરલા જ હોય છે.
હવે કહે છે કે પુણ્યયુક્તને પણ ઇષ્ટ-વિયોગાદિ જોવામાં આવે છે
पुण्णजुदस्स वि दीसदि इट्ठविओयं अणिट्ठसंजोयं । भरहो वि साहिमाणो परिज्जओ लहुयभाएण ।। ४९ ।। पुण्ययुतस्य अपि दृश्यते इष्टवियोग: अनिष्टसंयोगः । ભરત: અપિ સામિમાન: પરાનિત: લઘુભ્રાત્રા ૪૬।।
અર્થ:- પુણ્યોદયયુક્ત પુરુષને પણ ઇવિયોગ અને અનિષ્ટ સંયોગ થતો જોવામાં આવે છે. જીઓ, અભિમાનયુત ભરત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારાનુપ્રેક્ષા ] ચક્રવર્તી પણ પોતાના નાના ભાઈ બાહુબલીથી હાર પામ્યા.
ભાવાર્થ- કોઈ જાણે કે “જેને મહાન પુણ્યનો ઉદય છે તેને તો સુખ છે', પણ સંસારમાં તો સુખ કોઈને પણ હોતું નથી. ભરત ચક્રવર્તી જેવા પણ અપમાનાદિકથી દુઃખી થયા તો બીજાઓની વાત જ શી કહેવી?
હવે એ જ અર્થને દઢ કરે છે:सयलट्ठविसयजोओ बहुपुण्णस्स वि ण सव्वहा होदि। तं पुण्णं पि ण कस्स वि सव्वं जेणिच्छिदं लहदि।।५०।। सकलार्थविषययोगः बहुपुण्यस्य अपि न सर्वथा भवति। तत् पुण्यं अपि न कस्य अपि सर्वं येन ईप्सितं लभते।।५०।।
અર્થ:- આ સંસારમાં સમસ્ત પદાર્થોનો, જે વિષય અર્થાત્ ભોગ્ય વસ્તુ છે તે સર્વનો, યોગ મોટા પુણ્યવાનને પણ સર્વાગપણે મળતો નથી. કોઈને એવું પુણ્ય જ નથી કે જે વડે બધાય મનોવાંચ્છિત (પદાર્થો) મળે.
ભાવાર્થ- મોટા પુણવાનને પણ વાંચ્છિત વસ્તુમાં કાંઈ ને કાંઈ ઓછાશ રહે છે, સર્વ મનોરથ તો કોઈના પણ પૂર્ણ થતા નથી; તો પછી (કોઈ જીવ) સંસારમાં સર્વાગ સુખી કેવી રીતે થાય ? कस्स वि णत्थि कलत्तं अहव कलत्तं ण पुत्तसंपत्ती। अह तेसिं संपत्ती तह वि सरोओ हवे देहो।। ५१।। कस्य अपि नास्ति कलत्रं अथवा कलत्रं न पुत्रसम्प्राप्तिः। अथ तेषां सम्प्राप्ति: तथापि सरोगः भवेत् देहः।। ५१।।
અર્થ - કોઈ મનુષ્યને તો સ્ત્રી નથી, કોઈને જો સ્ત્રી હોય તો પુત્રની પ્રાપ્તિ નથી તથા કોઈને પુત્રની પ્રાપ્તિ છે તો શરીર રોગયુક્ત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
२८]
[स्वाभिर्तियानुप्रेक्षा अह णीरोओ देहो तो धणधण्णाण णेय संपत्ति। अह धणधण्णं होदि हु तो मरणं झत्ति ढुक्केदि।। ५२।। अथ नीरोग: देह: तत् धनधान्यानां नैव सम्प्राप्तिः। अथ धनधान्यं भवति खलु तत् मरणं झगिति ढौकते।। ५२।।
અર્થ- જો કોઈને નીરોગ દેહ હોય તો ધન-ધાન્યની પ્રાપ્તિ હોતી નથી અને જો ધન-ધાન્યની પ્રાપ્તિ થઈ જાય છે તો (કદાચિત્ ) તુરત મરણ પણ થઈ જાય છે. कस्स वि दुठ्ठकलत्तं कस्स वि दुव्वसणवसणिओ पुत्तो। कस्स वि अरिसमबंधू कस्स वि दुहिदा दु दुच्चरिया।। ५३।। कस्य अपि दुष्टकलत्रं कस्य अपि दुर्व्यसनव्यसनिकः पुत्रः। कस्य अपि अरिसमबन्धुः कस्य अपि दुहिता अपि दुश्चरिता।। ५३ ।।
અર્થ:- આ મનુષ્યભવમાં કોઈને સ્ત્રી દુરાચરણી છે, કોઈને પુત્ર જાગાર આદિ દુર્વ્યસનોમાં લવલીન છે, કોઈને શત્રુ સમાન કલહકારી ભાઈ છે તો કોઈને પુત્રી દુરાચરણી છે. कस्स वि मरदि सुपुत्तो कस्स वि महिला विणस्सदे इट्ठा। कस्स वि अग्गिपलित्तं गिहं कुडंबं च डज्झेइ।।५४।। कस्य अपि म्रियते सुपुत्रः कस्य अपि महिला विनश्यति इष्टा। कस्य अपि अग्निप्रलिप्तं गृहं कुटुंबं च दह्यते।।५४।।
અર્થ- કોઈને તો સારો પુત્ર હોય તે મરી જાય છે, કોઈને ઇષ્ટ સ્ત્રી હોય તે મરી જાય છે તો કોઈને ઘર-કુટુંબ સઘળું અગ્નિ વડે બળી य छे. एवं मणुयगदीए णाणादुक्खाइं विसहमाणो वि। ण वि धम्मे कुणदि मई आरंभं णेय परिचयइ।।५५।। एवं मनुजगत्यां नानादुःखानि विषहमाणः अपि। न अपि धर्मे करोति मतिं आरम्भं नैव परित्यजति।। ५५ ।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારાનુપ્રેક્ષા ]
[ २८
અર્થ:- ઉ૫૨ પ્રમાણે મનુષ્યગતિમાં નાના પ્રકારનાં દુ:ખોને સહવા છતાં પણ આ જીવ સદ્ધર્મમાં બુદ્ધિ કરતો નથી અને પાપારંભને છોડતો નથી.
सधणो वि होदि णिधणो धणहीणो तह य ईसरो होदि । राया वि होदि भिच्चो भिच्चो वि य होदि णरणाहो ।। ५६ ।। सधनः अपि भवति निर्धन: धनहीनः तथा च ईश्वरः भवति । राजा अपि भवति भृत्यः भृत्यः अपि च भवति नरनाथः ।। ५६ ।।
અર્થ:- ધનવાન હોય તે નિર્ધન થઈ જાય છે, એ જ પ્રમાણે નિર્ધન હોય તે ઈશ્વર થઈ જાય છે. વળી રાજા હોય તે કિંકર થઈ જાય છે અને કિંકર હોય તે રાજા થઈ જાય છે.
सत्तू वि होदि मित्तो मित्तो वि य जायदे तहा सत्तू । कम्मविवागवसादो एसो संसारसब्भावो।। ५७ ।। शत्रुः अपि भवति मित्रं मित्रं अपि च जायते तथा शत्रुः । कर्मविपाकवशात् एषः संसारस्वभावः।। ५७।।
અર્થ:- કર્મોદયવશે વૈરી હોય તે તો મિત્ર થઈ જાય છે તથા મિત્ર હોય તે વૈરી થઈ જાય છે. એવો જ સંસારનો સ્વભાવ છે.
ભાવાર્થ:- પુણ્યકર્મના ઉદયથી વૈરી પણ મિત્ર થઈ જાય છે તથા પાપકર્મના ઉદયથી મિત્ર પણ શત્રુ થઈ જાય છે.
હવે ચાર ગાથામાં દેવગતિનાં દુ:ખોનું સ્વરૂપ કહે છેઃદેવગતિનાં દુ:ખો
अह कह वि हवदि देवो तस्स वि जाएदि माणसं दुक्खं । दवण महड्ढीणं देवाणं रिद्धिसम्पत्ती ।।५८ ॥ अथ कथमपि भवति देवः तस्य अपि जायते मानसं दुःखम् । दृष्ट्वा महर्द्धनां देवानां ऋद्धिसम्प्राप्तिम्।। ५८ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૩૦]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
અર્થ:- અથવા ( કદાચિત) મહાન કષ્ટથી દેવપર્યાય પણ પામે તો ત્યાં તેને પણ મહાન ઋદ્ધિધારક દેવોની ઋદ્ધિસંપદા જોઈને માનસિક દુ:ખ ઉત્પન્ન થાય છે.
इट्ठविओगे दुक्खं होदि महड्ढीण विसयतण्हादो। विसयवसादो सुक्खं जेसिं तेसिं कुदो तित्ती ।। ५९ ।। इष्टवियोगे दुःख भवति महर्द्धनां विषयतृष्णातः। विषयवशात् सुखं येषां तेषां कुतः तृप्तिः ।। ५९ ।।
અર્થ:- મહદ્ધિકદેવોને પણ ઇષ્ટ ઋદ્ધિ અને દેવાંગનાદિનો વિયોગ થતાં દુ:ખ થાય છે. જેમને વિષયાધીન સુખ છે તેમને તૃપ્તિ ક્યાંથી થાય? તૃષ્ણા વધતી જ રહે છે.
હવે શારીરિક દુઃખોથી માનસિક દુઃખ મોટું છે–એમ કહે છેઃसारीरियदुक्खादो माणसदुक्खं हवेइ अइपउरं । माणसदुक्खजुदस्स हि विसया वि दुहावहा हुंति ।। ६० ।। शारीरिकदुःखतः मानसदुःखं भवति अतिप्रचुरम् । मानसदुःखयुतस्य हि विषयाः अपि दुःखावहाः भवन्ति ।। ६० ।।
અર્થ:- કોઈ સમજે કે શરીરસંબંધી દુઃખ મોટું છે અને માનસિક દુ:ખ અલ્પ છે. તેને અહીં કહે છે કે શારીરિક દુ:ખથી માનસિક દુ:ખ ઘણું તીવ્ર છે-મોટું છે; જુઓ, માનસિક દુ:ખ સહિત પુરુષને અન્ય ઘણા વિષયો હોય તોપણ તેઓ દુઃખદાયક ભાસે છે.
ભાવાર્થ:- મનમાં ચિંતા થાય ત્યારે સર્વ સામગ્રી દુઃખરૂપ જ ભાસે છે.
देवापि य सुक्खं मणहरविसएहिं कीरदे जदि ही । विसयवसं जं सुक्खं दुक्खस्स वि कारणं तं पि ।। ६१ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારાનુપ્રેક્ષા ]
[ ૩૧ देवानां अपि च सुखं मनोहरविषयैः क्रियते यदि हि। विषयवशं यत्सुखं दुखस्य अपि कारणं तत् अपि।।६१।।
અર્થ:- દેવોને મનોહર વિષયોથી જો સુખ છે એમ વિચારવામાં આવે તો તે પ્રગટપણે સુખ નથી. જે વિષયોને આધીન સુખ છે તે દુઃખનું જ કારણ છે (દુઃખ જ છે ).
ભાવાર્થ:- અન્ય નિમિત્તથી સુખ માનવામાં આવે તે ભ્રમ છે, કારણ કે જે વસ્તુ સુખના કારણરૂપ માનવામાં આવે છે તે જ વસ્તુ કાળાન્તરમાં દુ:ખના જ કારણરૂપ થાય છે.
એ પ્રમાણે વિચાર કરતાં સંસારમાં કોઈ ઠેકાણે પણ સુખ નથી એમ કહે છે – एवं सुव्व असारे संसारे दुक्खसायरे घोरे। किं कत्थ वि अत्थि सुहं वियारमाणं सुणिच्छयदो।।६२।। एवं सुष्ठु असारे संसारे दु:खसागरे घोरे। किं कुत्र अपि अस्ति सुखं विचार्यमाणं सुनिश्चयतः।। ६२।।
અર્થ:- એ પ્રમાણે સર્વ પ્રકારે અસાર એવા આ દુઃખ સાગરરૂપ ભયાનક સંસારમાં નિશ્ચયથી વિચાર કરવામાં આવે તો શું કોઈ ઠેકાણે કિંચિત્ પણ સુખ છે? અપિતુ નથી જ.
ભાવાર્થ- ચારગતિરૂપ સંસાર છે અને ચારે ગતિઓ દુઃખરૂપ જ છે, તો તેમાં સુખ ક્યાં સમજવું?
હવે કહે છે કે આ જીવ પર્યાયબુદ્ધિવાળો છે, તેથી તે જે યોનિમાં ઊપજે છે ત્યાં જ સુખ માની લે છે :दुक्कियकम्मवसादो राया वि य असुइकीड़ओ होदि। तत्थेव य कुणइ रइं पेक्खह मोहस्स माहप्पं ।। ६३।। दुष्कृतकर्मवशात् राजा अपि च अशुचिकीटक: भवति। तत्र एव च करोति रतिं प्रेक्षध्वं मोहस्य माहात्म्यम्।। ६३।। Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૩૨ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
અર્થ:- હું પ્રાણી ! તમે જુઓ તો ખરા આ મોહનું માહાત્મ્ય ! કે પાપવશ મોટો રાજા પણ મરીને વિષ્ટાના કીડામાં જઈ ઉત્પન્ન થાય છે અને ત્યાં જ તે રતિ માને છે-ક્રીડા કરે છે.
હવે કહે છે કે-આ પ્રાણીને એક જ ભવમાં અનેક સંબંધ થાય
છે.
पुत्तो वि भाउ जाओ सो वि य भाओ वि देवरो होदि । माया होदि सवत्ती जणणो वि य होदि भत्तारो ।। ६४ ।। एयमि भवे एदे संबंधा होंति एय-जीवस्स । अण्णभवे किं भण्णइ जीवाणं धम्मरहिदाणं ।। ६५ ।। युगलम् । पुत्र अपि भ्राता जातः सः अपि च भ्राता अपि देवर: भवति। माता भवति सपत्नी जनकः अपि च भवति भर्ता ।।६४।। एकस्मिन् भवे एते सम्बन्धाः भवन्ति एकजीवस्य । अन्यभवे किं भण्यते जीवानां धर्मरहितानाम्।।६५।।
અર્થ:- એક જીવને એક ભવમાં આટલા સંબંધ થાય છે તો પછી ધર્મરહિત જીવોને અન્ય ભવોના સંબંધમાં તો શું કહેવું? તે સંબંધ ક્યા ક્યા છે? તે કહીએ છીએ:- પુત્ર તો ભાઈ થયો અને ભાઈ હતો તે દિયર થયો, માતા હતી તે શોક થઈ અને પિતા હતો તે ભરથાર થયો. એટલા સંબંધ વસંતતિલકા વેશ્યા, ધનદેવ, કમળા અને વરુણને ( પરસ્પર ) થયા. તેમની કથા અન્ય ગ્રંથોથી અહીં લખીએ છીએ:
એક ભવમાં અઢાર નાતાની કથા
માલવદેશની ઉજ્જયનીનગરીમાં રાજા વિશ્વસેન હતો. ત્યાં સુદત્ત નામનો શેઠ રહેતો હતો. તે સોળ કોડ દ્રવ્યનો સ્વામી હતો. તે શેઠ એક વસંતતિલકા નામની વેશ્યામાં આસક્ત થયો અને તેને પોતાના ઘરમાં રાખી. તે ગર્ભવતી થઈ ત્યારે રોગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
સંસારાનુપ્રેક્ષા ]
[ ૩૩
સહિત દેહ થવાથી તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકી. તે વસંતતિલકાએ પોતાના ઘરમાં જ પુત્ર-પુત્રીના જોડકાને જન્મ આપ્યો. તે વેશ્યા ખેદખિન્ન થઈને એ બન્ને બાળકોને જુદા જુદા રત્નકાંબળમાં લપેટી પુત્રીને તો દક્ષિણ દરવાજે નાખી આવી-ત્યાં પ્રયાગનિવાસી વણજારાએ તેને ઉપાડી પોતાની સ્ત્રીને સોંપી. તેનું (પુત્રીનું) નામ કમળા રાખ્યું-તથા પુત્રને ઉત્તરદિશાના દરવાજે નાખ્યો. ત્યાંથી સાકેતપુરના એક સુભદ્ર નામના વણજારાએ તેને ( પુત્રને ) ઉપાડી પોતાની સ્ત્રી સુવ્રતાને સોંપ્યો અને તેનું ધનદેવ નામ રાખ્યું. હવે પૂર્વોપાર્જિત કર્મવશ તે ધનદેવનો પેલી કમળાની સાથે વિવાહ થયો અને એ બંને (ભાઈ-બહેન ) પતિ-પત્ની થયાં. પછી આ ધનદેવ વેપાર અર્થે ઉજ્જયિની નગરીમાં ગયો. ત્યાં તે પેલી વસંતતિલકા વેશ્યામાં લુબ્ધ થયો અને તેના સંયોગથી વસંતતિલકાને એક પુત્ર જન્મ્યો. તેનું નામ વરુણ રાખ્યું. હવે એક દિવસ કમળાએ કોઈ મુનિને પોતાનો સંબંધ પૂછયો અને મુનિએ તેનું સર્વ વૃત્તાંત કહ્યું. તે નીચે પ્રમાણે છેઃ
આ ઉજ્જયિની નગરીમાં એક સોમશર્મા નામનો બ્રાહ્મણ હતો. તેને કાશ્યપી નામની સ્ત્રી હતી. તેમને અગ્નિભૂત અને સોમભૂત નામના બે પુત્ર થયા. એ બંને ક્યાંકથી ભણીને આવતા હતા. ત્યાં માર્ગમાં કોઈ જિનદત્ત મુનિને તેમની માતા, જે જિનમતી આર્યા હતી તે, ક્ષેમકુશળ પૂછતી દેખી તથા ત્યાં બીજા કોઈ જિનભદ્રમુનિ હતા તેમને સુભદ્રા નામની આર્યા, કે જે તેમના પુત્રની વહુ હતી તે, ક્ષેમકુશળ પૂછતી દેખી, એ દશ્ય આ બંને ભાઈઓએ દીઠું અને ત્યાં હાસ્ય કર્યું કે– જુઓ તો ખરા! તરુણને તો વૃદ્ધ સ્ત્રી અને વૃદ્ધને તરુણ સ્ત્રી, અહો વિધાતાએ ખરી વિપરીતતા રચી છે!' ઉપાર્જિત કર્મ અનુસાર સોમશર્મા તો મરીને વસંતતિલકા વેશ્યા થયો તથા એ હાસ્યના પાપથી અગ્નિભૂત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪]
[ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા અને સોમભૂત બને ભાઈ મરીને આ વસંતતિલકાને પુત્ર-પુત્રીરૂપ જોડકાં થયાં અને તેમનું કમળા અને ધનદેવ નામ રાખ્યું. વળી પેલી કાશ્યપી બ્રાહ્મણી હતી તે (મરીને) વસંતતિલકા અને ધનદેવના સંયોગથી વરુણ નામનો પુત્ર થઈ. એ પ્રમાણે આ સર્વ સંબંધ સાંભળી કમળાને જાતિસ્મરણ જ્ઞાન થયું, ત્યારે તે ઉજ્જયિની નગરીમાં વસંતતિલકાને ઘરે ગઈ. ત્યાં પેલો વસંતતિલકાનો પુત્ર વરુણ પારણામાં ઝૂલતો હતો. તેને તે કહેવા લાગી કે હે બાળક! તારી સાથે મારા છ પ્રકારના સંબંધ છે, તે તું સાંભળ :
૧. મારો ભરથાર જે ધનદેવ તેના સંયોગથી તું જભ્યો માટે મારો પણ તું (શોક) પુત્ર છે.
૨. ધનદેવ મારો સગો ભાઈ છે અને તેનો તું પુત્ર છે, માટે તું મારો ભત્રીજો પણ છે.
૩. તારી માતા વસંતતિલકા છે તે જ મારી પણ માતા છે, માટે તું મારો ભાઈ પણ છે.
૪. તું મારા ભરથાર ધનદેવનો નાનો ભાઈ છે, તેથી તું મારો દિયર પણ છે.
૫. મારો ભરથાર ધનદેવ છે તે મારી માતા વસંતતિલકાનો પણ ભરથાર છે, તેથી ધનદેવ મારો પિતા પણ થયો અને તેનો તું નાનો ભાઈ છે, માટે તું મારો કાકો પણ છે.
૬. હું વસંતતિલકાની શોક્ય થઈ, તેથી ધનદેવ મારો શોકપુત્ર થયો અને તેનો તું પુત્ર છે માટે તું મારો પૌત્ર પણ છે.
એ પ્રમાણે વણને તે છે પ્રકારના સંબંધ કહેતી હતી. ત્યાં પેલી વસંતતિલકા આવી અને આ કમળાને કહેવા લાગી કે તું કોણ છે? કે મારા પુત્રને આ પ્રમાણે છે પ્રકારથી તારો સંબંધ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારાનુપ્રેક્ષા ]
[ ૩૫ સંભળાવે છે? ત્યારે કમળા બોલી કે તારી સાથે પણ મારો છે પ્રકારથી સંબંધ છે. તે તું પણ સાંભળ!
૧. પ્રથમ તો તું મારી માતા છે, કારણ કે હું ધનદેવની સાથે તારા જ ઉદરથી યુગલરૂપે ઊપજી છું.
૨. ધનદેવ મારો ભાઈ છે, તેની તું સ્ત્રી છે, માટે તું મારી ભોજાઈ (ભાભી) પણ છે.
૩. મારો ભરથાર ધનદેવ છે, તેની તું પણ સ્ત્રી છે, માટે તું મારી શોક પણ છે.
૪. તું મારી માતા છે અને તારો ભરથાર ધનદેવ પણ થયો એટલે ધનદેવ મારો પિતા થયો, તેની તું માતા છે, માટે તું મારી દાદી પણ છે.
૫. ધનદેવ તારો પુત્ર છે અને મારો પણ શોકપુત્ર છે, તેની તું સ્ત્રી થઈ, માટે તું મારી પુત્રવધૂ પણ છે.
૬. હું ધનદેવની સ્ત્રી છું અને તું ધનદેવની માતા છે, માટે તું મારી સાસુ પણ છે.
આ પ્રમાણે વસંતતિલકા વેશ્યા પોતાના જ પ્રકારના સંબંધ સાંભળીને ચિંતામાં વિચારગ્રસ્ત હતી ત્યાં જ પેલો ધનદેવ આવ્યો. તેને જઈને કમળા બોલી કે તારી સાથે પણ મારા જ પ્રકારના સંબંધ છે. તે સાભળ :
૧. પ્રથમ તો તું અને હું બન્ને આ જ વેશ્યાના ઉદરમાંથી જોડકારૂપે સાથે જન્મ્યાં છીએ, માટે તું મારો ભાઈ છે.
૨. પછી તારો અને મારો વિવાહ થયો, તેથી તું મારો પતિ પણ છે.
૩. વસંતતિલકા મારી માતા છે અને તેનો તું ભરથાર છે, માટે તું મારો પિતા પણ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ ]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
૪. વરુણ તારો નાનો ભાઈ છે અને તે મારો કાકો થયો, તેનો તું પિતા છે, એટલે કાકાનો પિતા હોવાથી તું મારો દાદો પણ થયો.
૫. હું વસંતતિલકાની શોક છું અને તું મારી શોકનો પુત્ર છે, તેથી તું મારો પુત્ર પણ છે.
૬. તું મારો ભરથાર છે અને તારી માતા વસંતતિલકા મારી સાસુ થઈ, એ સાસુનો તું ભરથાર થયો, એટલે તું મારો સસરો પણ થયો.
૧
એ પ્રમાણે એક જ ભવમાં એક જ જીવને અઢાર સંબંધ થયા. તેનું અહીં ઉદાહરણ કહ્યું. એમ આ સંસારની વિચિત્ર વિટંબણા છે, તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી.
પંચ પ્રકારરૂપ સંસારનું સ્વરૂપ
હવે પાંચ પ્રકારના સંસારના નામ કહે છે :
संसारो पंचविहो दव्वे खेत्ते तहेव काले य । भवभमणो य चउत्थो पंचमओ भावसंसारो ।। ६६ ॥ संसारः पञ्चविध: द्रव्ये क्षेत्रे तथैव काले च । ભવભ્રમળ: ચતુર્થ: પશ્વમ: ભાવસંસાર:।। ૬૬।।
૧. એ અઢાર નાતાની કથા અન્ય ગ્રંથો ઉપરથી અહીં લખી છે. તે ગાથાઓ :
बालय हि सुणि सुवयणं तुज्झ सरिस्सा हि अट्टदह णत्ता । पुत्तु भत्तीज्जउ भायउ देवरु पत्तिय हु पौत्तज्जा ।। १ ।। तुहु पियरो महु पियरो पियामहो तह य हवइ भत्तारो । भायउ तहा वि पुत्तो ससुरो हवइ बालयो मज्झ ।।२।। तुहु जणणी हुइ भज्जा पियामही तह य मायरी हवइ वहू तह सासू ए कहिया अट्टदह
सवई ।
णत्ता ।। ३॥
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારાનુપ્રેક્ષા ]
[ ૩૭ અર્થ- સંસાર અર્થાત્ પરિભ્રમણ છે તે પાંચ પ્રકારનું છે. (૧) દ્રવ્ય અર્થાત્ પુદ્ગલદ્રવ્યમાં ગ્રહણ-ત્યાગરૂપ પરિભ્રમણ, (૨) ક્ષેત્ર અર્થાત્ આકાશપ્રદેશોમાં સ્પર્શવારૂપ પરિભ્રમણ, (૩) કાળ અર્થાત કાળના સમયોમાં ઊપજવા-વિનશવારૂપ પરિભ્રમણ, (૪) ભવ અર્થાત્ નરકાદિ ભવોના ગ્રહણ-ત્યાગરૂપ પરિભ્રમણ અને (૫) ભાવ અર્થાત પોતાને કષાય-યોગસ્થાનરૂપ ભેદોના પલટવારૂપ પરિભ્રમણ:એ પ્રમાણે પાંચ પ્રકારરૂપ સંસાર જાણવો.
હવે તેનું સ્વરૂપ કહે છે. ત્યાં પ્રથમ દ્રવ્યપરાવર્તન કહે છે :बंधदि मुंचदि जीवो पडिसमयं कम्मपुग्गला विविहा। णोकम्मपुग्गला वि य मिच्छत्तकसायसंजुत्तो।।६७।।
बघ्नाति मुञ्चति जीव: प्रतिसमयं कर्मपुद्गलान् विविधान्। नोकर्मपुद्गलान् अपि च मिथ्यात्वकषायसंयुक्तः।। ६७।।
અર્થ- આ જીવ, આ લોકમાં રહેલાં જે અનેક પ્રકારનાં જ્ઞાનાવરણાદિ કર્મપુદ્ગલો તથા ઔદારિકાદિ શરીરરૂપ નોકર્મપુદ્ગલોને મિથ્યાત્વ-કપાયો વડે સંયુક્ત થતો થકો સમયે સમયે બાંધે છે અને છોડે છે.
ભાવાર્થ:- મિથ્યાત્વ-કપાયવશ જ્ઞાનાવરણાદિ કર્મોના સમયપ્રબદ્ધને અભવ્યરાશિથી અનંત ગુણા તથા સિદ્ધરાશિથી અનંતમા ભાગે પુદ્ગલપરમાણુઓના સ્કંધરૂપ કાર્મણ વર્ગણાઓને (આ સંસારી જીવ) સમયે સમયે ગ્રહણ કરે છે તથા પૂર્વે જે ગ્રહણ કરી હતી કે જે સત્તામાં છે તેમાંથી એટલી જ (કર્મવર્ગણાઓ) સમયે સમયે ખરી જાય છે. વળી એ જ પ્રમાણે ઔદારિકાદિ શરીરોના સમયપ્રબદ્ધો શરીરગ્રહણના સમયથી માંડીને આયુસ્થિતિ સુધી ગ્રહણ કરે છે વા છોડે છે. એ પ્રમાણે અનાદિકાળથી માંડી અનંત વાર (કર્મ-નોકર્મ પુદ્ગલોનું) ગ્રહણ કરવું વા છોડવું થયા જ કરે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા - હવે ત્યાં એક પરાવર્તનના પ્રારંભમાં પ્રથમ સમયના સમયપ્રબદ્ધમાં જેટલા પુદ્ગલપરમાણુને જેવા સ્નિગ્ધ-રૂક્ષ-વર્ણ-ગંધરસ-સ્પર્શ તીવ્ર-મંદમધ્યમ ભાવથી ગ્રહ્યા હોય તેટલા જ તેવી રીતે કોઈ સમયે ફરી ગ્રહણમાં આવે ત્યારે એક કર્મનો કર્મ પરાવર્તન થાય છે, પણ વચ્ચે અનંત વાર અન્ય પ્રકારના પરમાણુ ગ્રહણ થાય તેને અહીં ન ગણવા; એવી રીતે જેવા ને તેવા જ (કર્મનો કર્મ પરમાણુઓને) ફરીથી ગ્રહણ થવાને અનંતકાળ જાય છે. તેને એક દ્રવ્યપરાવર્તન કહીએ છીએ. એ પ્રમાણે આ જીવે આ લોકમાં અનંતાં પરાવર્તન કર્યા.
હવે ક્ષેત્રપરાવર્તન કહે છે - सो को वि णत्थि देसो लोयायासस्स णिरवसेसस्स। जत्थ ण सव्वो जीवो जादो मरिदो य बहुवारं ।। ६८।। सः कः अपि नास्ति देश: लोकाकाशस्य निरवशेषस्य। यत्र न सर्व: जीवः जातः मृतः च बहुवारम्।। ६८।।
અર્થ- આ સમગ્ર લોકાકાશનો એવો કોઈ પણ પ્રદેશ નથી કે જ્યાં આ સર્વ સંસારી જીવો અનેક વાર ઊપજ્યા-મર્યા ન હોય.
ભાવાર્થ- સર્વ લોકાકાશના પ્રદેશોમાં આ જીવ અનંત વાર ઊપજ્યો-મર્યો છે. એવો એક પણ પ્રદેશ બાકી રહ્યો નથી કે જ્યાં (આ જીવ) ન ઊપજ્યો-મર્યો હોય. અહીં આ પ્રમાણે સમજવું કે લોકાકાશના પ્રદેશો અસંખ્યાત છે. તેના મધ્યના આઠ પ્રદેશને વચમાં લઈને સૂક્ષ્મનિગોદલબ્ધઅપર્યાપક જઘન્ય અવગાહના ધારણ કરી જીવ ઊપજે છે. હવે તેની અવગાહના પણ અસંખ્યાત પ્રદેશ છે. તે જેટલા પ્રદેશ છે તેટલી વાર તો ત્યાં જ એ જ અવગાહના પામે છે, વચ્ચે અન્ય જગ્યાએ અન્ય અવગાહનાથી (જીવ) ઊપજે તેની અહીં ગણતરી નથી. ત્યાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
સંસારાનુપ્રેક્ષા ]
[ ૩૯
પછી એક એક પ્રદેશ ક્રમપૂર્વક વધતી અવગાહના પામે તે અહીં ગણતરીમાં છે. એ પ્રમાણે (ક્રમપૂર્વક વધતાં વધતાં ) મહામચ્છની ઉત્કૃષ્ટ અવગાહના સુધી પૂર્ણ કરે અને એ રીતે અનુક્રમે લોકાકાશના સર્વ પ્રદેશોને સ્પર્શે ત્યારે એક ક્ષેત્રપરાવર્તન થાય.
હવે કાળપરાવર્તન કહે છે :
उवसप्पिणिअवसप्पिणिपढमसमयादिचरमसमयंतं । जीवो कमेण जम्मदि मरदि य सव्वेसु कालेसु ।। ६९ ।। उत्सर्पिणीअवसर्पिणीप्रथमसमयादिचरमसमयान्तम् । जीवः क्रमेण जायते म्रियते च सर्वेषु कालेषु ।। ६९ ।।
અર્થ:- ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના પ્રથમ સમયથી માંડીને અંતના સમય સુધી આ જીવ અનુક્રમપૂર્વક સર્વકાળમાં ઊપજે તથા મરે છે (તે કાળપરાવર્તન છે).
જે
ભાવાર્થ:- કોઈ જીવ, દસ કોડાકોડી સાગરનો ઉત્સર્પિણીકાળ તેના પ્રથમ સમયમાં જન્મ પામે, પછી બીજી ઉત્સર્પિણીના બીજા સમયમાં જન્મે, એ પ્રમાણે ત્રીજી ઉત્સર્પિણીના ત્રીજા સમયમાં જન્મે, એ પ્રમાણે અનુક્રમપૂર્વક અંતના સમય સુધી જન્મે, વચ્ચે અન્ય સમયોમાં અનુક્રમરહિત જન્મે તેની અહીં ગણતરી નથી. એ જ પ્રમાણે અવસર્પિણીકાળના પણ દસ કોડાકોડી સાગરના સમયો ( ક્રમવા૨ ) પૂર્ણ કરે તથા એ જ પ્રમાણે મરણ કરે તેને એક કાળપરાવર્તન કહે છે. તેમાં પણ અનંત કાળ થાય છે.
હવે ભવપરાવર્તન કહે છે :
णेरइयादिगदीणं अवरट्ठिदिदो वरद्विदी जाव । सव्वट्ठिदिसु वि जम्मदि जीवो गेवेज्जपज्जंतं ।। ७० ।। नैरयिकादिगतीनां अपरस्थितितः वरस्थितिः यावत् । सर्वस्थितिषु अपि जायते जीवः ग्रैवेयकपर्यन्तम्।। ७० ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦ ]
[સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા
અર્થ:- સંસારી જીવ, નરકાદિ ચાર ગતિની જઘન્ય સ્થિતિથી ત્રૈવેયકપર્યંત ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી સર્વ સ્થિતિઓમાં
માંડીને
જન્મે છે.
ભાવાર્થ:- નરકગતિની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. તેના જેટલા સમય છે તેટલી વાર તો જઘન્ય સ્થિતિનું આયુષ્ય ધારણ કરીને જન્મે, પછી એક સમય અધિક આયુષ્ય લઈને જન્મે, પછી બે સમય અધિક આયુષ્ય લઈને જન્મે, એ જ પ્રમાણે અનુક્રમપૂર્વક તેત્રીસ સાગર સુધીનું આયુષ્ય પૂર્ણ કરે. પણ વચ્ચે-વચ્ચે ઓછું-વત્તું આયુષ્ય લઈ જન્મે તેની અહીં ગણતરી નથી. એ જ પ્રમાણે તિર્યંચગતિનું જઘન્ય આયુ અંતર્મુહૂર્ત છે. તેના જેટલા સમય છે તેટલી વાર જઘન્ય આયુનો ધારક થઈ, પછી એક સમય અધિક-અધિકના ક્રમથી ( એ તિર્યંચગતિનું ઉત્કૃષ્ટ) ત્રણ પલ્પ આયુ પૂર્ણ કરે; પણ વચ્ચે ઓછું-વત્તું આયુ પામે તેની અહીં ગણતરી નથી. એ જ પ્રમાણે મનુષ્યનું જઘન્ય આયુથી માંડીને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યનું આયુ પૂર્ણ કરે, તથા એ જ પ્રમાણે દેવગતિનું જઘન્ય દસ હજાર વર્ષથી માંડીને અંતિમ ત્રૈવેયકની એકત્રીસ સાગર સુધીનું સમય સમય અધિક અનુક્રમપણે પૂર્ણ કરે; તેને ભવપરાવર્તન કહે છે. નવ ચૈવેયકની આગળ ઊપજવાવાળો એક બે ભવ કરીને મુક્ત જ થાય છે, તેથી તેને અહીં ગણ્યો નથી. એ ભવપરાવર્તનનો પણ અનંત કાળ છે.
હવે ભાવપરાવર્તન કહે છે :
परिणमदि सण्णिजीवो विविहकसाएहिं द्विदिणिमित्तेहिं । अणुभागणिमित्तेहिं य वट्टंतो ભાવસંસારે।। ૭૬ ||
परिणमते संझिजीव: विविधकषायैः स्थितिनिमित्तैः । च वर्त्तमानः ભાવસંસારે।। ૭ ||
अनुभागनिमित्तैः
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
સંસારાનુપ્રેક્ષા ]
[૪૧
અર્થ:- ભાવસંસારમાં વર્તતો સંજ્ઞી જીવ અનેક પ્રકારનાં કર્મોના સ્થિતિબંધના તથા અનુભાગબંધના કારણરૂપ અનેક પ્રકારના કષાયોરૂપે પરિણમે છે.
ભાવાર્થ:- કર્મોના એક સ્થિતિબંધના કારણરૂપ કષાયોનાં સ્થાનક અસંખ્યાતલોકપ્રમાણ છે. તેમાં એક સ્થિતિબંધસ્થાનમાં અનુભાગબંધના કારણરૂપ કષાયોનાં સ્થાન અસંખ્યાતલોકપ્રમાણ છે. વળી યોગસ્થાન છે તે જગતશ્રેણીના અસંખ્યાતમા ભાગે છે. તેને આ જીવ પરિવર્તન કરે છે. તે કેવી રીતે ? કોઈ સંગ઼ી મિથ્યાદષ્ટિ પર્યાપ્ત જીવ પોતાને યોગ્ય સર્વજઘન્ય જ્ઞાનાવરણ કર્મપ્રકૃતિની સ્થિતિ અંતઃકોડાકોડી સાગર પ્રમાણ બાંધે, તેનાં કષાયસ્થાન અસંખ્યાત લોકમાત્ર છે. તેમાં સર્વ જઘન્યસ્થાન એકરૂપ પરિણમે. તેમાં તે એક સ્થાનમાં અનુભાગબંધના કારણરૂપ સ્થાન એવા અસંખ્યાતલોકપ્રમાણ છે, તેમાંથી એક (સ્થાન ) સર્વજઘન્યરૂપ પરિણમે, ત્યાં તેને યોગ્ય સર્વજઘન્ય યોગસ્થાનરૂપ પરિણમે ત્યારે જ જગતશ્રેણીના અસંખ્યાતમા ભાગનાં યોગસ્થાન અનુક્રમથી પૂર્ણ કરે; પણ વચમાં અન્ય યોગસ્થાનરૂપ પરિણમે તે અહીં ગણતરીમાં નથી. એ પ્રમાણે યોગસ્થાન પૂર્ણ થતાં અનુભાગસ્થાનનું બીજું સ્થાન પરિણમે. ત્યાં પણ એ જ પ્રમાણે સર્વ યોગસ્થાન પૂર્ણ કરે. ત્યાર પછી ત્રીજું અનુભાગસ્થાન થાય. ત્યાં પણ તેટલાં જ યોગસ્થાન ભોગવે. એ પ્રમાણે અસંખ્યાતલોકપ્રમાણ અનુભાગસ્થાન અનુક્રમે પૂર્ણ કરે ત્યારે બીજું કષાયસ્થાન લેવું. ત્યાં પણ ઉપર કહેલા ક્રમપૂર્વક અસંખ્યાત લોકપ્રમાણ અનુભાગસ્થાન તથા જગતશ્રેણીના અસંખ્યાતમા ભાગનાં યોગસ્થાન પૂર્વોક્ત ક્રમપૂર્વક ભોગવે, ત્યારે ત્રીજું કષાયસ્થાન લેવું; એ પ્રમાણે ચોથું- પાંચમું છઠ્ઠું આદિ અસંખ્યાતલોકપ્રમાણ કષાયસ્થાન પૂર્વોક્ત ક્રમપૂર્વક પૂર્ણ કરે ત્યારે એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
સમય અધિક જઘન્યસ્થિતિસ્થાન લેવું. તેમાં પણ કાયસ્થાન, અનુભાગસ્થાન અને યોગસ્થાન ઉપર કહેલા ક્રમપૂર્વક ભોગવે. એ પ્રમાણે બે સમય અધિક જઘન્યસ્થિતિથી માંડી ત્રીસ કોડાકોડી સાગર સુધી જ્ઞાનાવરણકર્મની સ્થિતિ પૂર્ણ કરે. એ પ્રમાણે સર્વ મૂળકર્મ પ્રકૃતિઓ તથા ઉત્તરકર્મ પ્રકૃતિઓનો ક્રમ જાણવો. એ રીતે પરિણમતાં પરિણમતાં અનંત કાળ વ્યતીત થાય છે; તેને એકઠો કરતાં એક ભાવપરાવર્તન થાય. એવાં અનંત ભાવપરાવર્તન આ જીવ ભોગવતો આવ્યો છે.
હવે એ પાંચ પરાવર્તનના કથનને સંકોચે છેઃएवं अणाइकालं पंचपयारे भमेइ संसारे । णाणादुक्खणिहाणे जीवो मिच्छत्तदोसेण ।। ७२ ।। एवं अनादिकालं पञ्चप्रकारे भ्रमति संसारे । नानादुःखनिधाने जीव: मिथ्यात्वदोषेण ।। ७२ ।।
આ
જીવ
અર્થ:- એ પ્રમાણે પંચપરાવર્તનરૂપ સંસારમાં અનાદિકાળથી મિથ્યાત્વદોષ વડે ભમે છે. કેવો છે સંસાર ? અનેક પ્રકારનાં દુઃખોનું નિધાન (ખજાનો ) છે.
હવે એવા સંસા૨થી છૂટવાનો ઉપદેશ કરે છેઃ
इय संसारं जाणिय मोहं सव्वायरेण चइऊणं । तं झायह ससहावं संसरणं जेण णासेइ ।। ७३ ।। इति संसारं ज्ञात्वा मोहं सर्वादरेण त्यक्त्वा।
तं ध्यायत स्वस्वभावं संसरणं येन नश्यति ।। ७३ ।।
અર્થ:- ઉ૫૨ કહ્યા પ્રમાણે આ સંસારને જાણી, સર્વ પ્રકારે ઉઘમ કરી, મોહને છોડી હૈ ભવ્યાત્મા! તું એ આત્મસ્વભાવનું ધ્યાન કર કે જેથી સંસા૨પરિભ્રમણનો નાશ થાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૩
એકવાનુપ્રેક્ષા ]
(દોહરા) પંચપરાવર્તનમયી. દુઃખરૂપ સંસાર; મિથ્યાકર્મ ઉદય થકી, ભરમે જીવ અપાર,
ઇતિ સંસારાનુપ્રેક્ષા સમાય.
*
*
*
૪. એકત્યાનુપ્રેક્ષા इक्को जीवो जायदि इक्को गब्मम्हि गिलदे देहं। इक्को बाल-जुवाणो इक्को वुड्ढो जरागंहिओ।।७४।। एक: जीव: जायते एक: गर्भे गृह्णाति देहं। 45: વાન: યુવા પ્રવ: વૃદ્ધ: નરTદીત: ૭૪
અર્થ- જીવ છે તે એકલો ઊપજે છે, તે એકલો જ ગર્ભમાં દેહને ગ્રહણ કરે છે, તે એકલો જ બાળક થાય છે, તે એકલો જ યુવાન અને એકલો જ જરાવસ્થાથી ગ્રસિત વૃદ્ધ થાય છે.
- ભાવાર્થ- જીવ એકલો જ જુદી જુદી અવસ્થાઓને ધારણ કરે છે.
इक्को रोई सोई इक्को तप्पेइ माणसे दुक्खे। इक्को मरदि वराओ णरयदुहं सहदि इक्को वि।। ७५।। एक: रोगी शोकी एक: तप्यते मानसै: दु:खैः। एक म्रियते वराक: नरकदुःखं सहते एक: अपि।।७५।।
અર્થ- જીવ એકલો જ રોગી થાય છે, જીવ એકલો જ શોકાર્ત થાય છે, જીવ એકલો જ માનસિક દુઃખથી તસાયમાન થાય છે, જીવ એકલો જ મરે છે અને જીવ એકલો જ દીન બની નરકનાં દુઃખો સહન કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ભાવાર્થ- જીવ એકલો જ અનેક અનેક અવસ્થાઓને ધારણ કરે છે. इक्को संचदि पुण्णं इक्को भुंजेदि विविहसुरसोक्खं। इक्को खवेदि कम्मं इक्को वि य पावए मोक्खं ।। ७६ ।। एक: संचिनोति पुण्यं एक: भुनक्ति विविधसुरसौख्यं । एक: क्षपति कर्म एक: अपि च प्राप्नोति मोक्षम्।। ७६ ।।
અર્થ- જીવ એકલો જ પુણનો સંચય કરે છે, જીવ એકલો જ દેવગતિનાં સુખ ભોગવે છે, જીવ એકલો જ કર્મનો ક્ષય કરે છે, અને જીવ એકલો જ મોક્ષને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ- જીવ એકલો જ પુણ્યોપાર્જન કરી સ્વર્ગ જાય છે અને જીવ એકલો જ કર્મનાશ કરી મોક્ષ જાય છે. सुयणो पिच्छंतो वि हु ण दुक्खले पि सक्कदे गहिदुं। एवं जाणंतो वि हु तो वि ममत्तं ण छंडेइ।। ७७।। स्वजनः पश्यन्नपि स्फुटं न दुःखलेशं अपि शक्नोति ग्रहीतुम्। एवं जानन् अपि स्फुटं ततः अपि ममत्वं न त्यजति।।७७।।
અર્થ- સ્વજન અર્થાત કુટુંબી છે તે પણ આ જીવને દુઃખ આવતાં તથા તેને દેખવા છતાં પણ, તે દુઃખને લેશ પણ ગ્રહણ કરવાને અસમર્થ થાય છે. આ પ્રમાણે પ્રગટપણે જાણવા છતાં પણ આ જીવ કુટુંબ પ્રત્યેનું મમત્વ છોડતો નથી.
ભાવાર્થ- પોતાને થતું દુઃખ પોતે જ ભોગવે છે, તેમાં કોઈ ભાગીદાર બની શકતું નથી; છતાં આ જીવને એવું અજ્ઞાન છે કે દુઃખ સહતો છતાં પણ પરના મમત્વને છોડતો નથી.
હવે કહે છે કે આ જીવને નિશ્ચયથી એક ધર્મ જ શરણ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એકતાનુપ્રેક્ષા]
[૪૫ जीवस्स णिच्छयादो धम्मो दहलक्खणो हवे सुयणो। सो णेइ देवलोए सो चिय दुक्खक्खयं कुणइ।। ७८।। जीवस्य निश्चयतः धर्म: दशलक्षण: भवेत् स्वजनः। सः नयति देवलोके सः एव दुःखक्षयं करोति।।७८।।
અર્થ:- આ જીવને પોતાનો ખરો હિતસ્વી નિશ્ચયથી એક ઉત્તમ ક્ષમાદિ દશલક્ષણધર્મ જ છે, કારણ કે તે ધર્મ જ દેવલોકને પ્રાપ્ત કરાવે છે તથા તે ધર્મ જ સર્વ દુઃખના નાશ (મોક્ષને) કરે છે.
ભાવાર્થ- ધર્મ સિવાય અન્ય કોઈ હિતસ્વી નથી.
હવે કહે છે કે શરીરથી ભિન્ન એવા એકલા જીવને તું જાણ.सव्वायरेण जाणह इक्कं जीवं सरीरदो भिण्णं। जम्हि दु मुणिदे जीवे होदि असेसं खणे हेयं ।। ७९।। सर्वादरेण जानीहि एकं जीवं शरीरतः भिन्नम्। यस्मिन् तु ज्ञाते जीवे भवति अशेष क्षणे हेयम्।। ७९ ।।
અર્થ:- હે ભવ્યાત્મા! તું સર્વ પ્રકારે ઉદ્યમ કરીને શરીરથી ભિન્ન એકલા જીવને જાણ! જેને જાણતાં બાકીનાં સર્વ પરદ્રવ્યો ક્ષણમાત્રમાં તજવા યોગ્ય લાગે છે.
ભાવાર્થ- જ્યારે પોતાના સ્વરૂપને જાણે ત્યારે સર્વ પરદ્રવ્યો હેયરૂપ જ ભાસે છે. તેથી અહીં પોતાનું સ્વરૂપ જ જાણવાનો મહાન ઉપદેશ છે.
(દોહરા) એક જીવ પર્યાય બહુ, ધારે સ્વ-પર નિદાન; પર તજી આપા જાણકે, કરો ભવ્ય કલ્યાણ. ઇતિ એકત્વાનુપ્રેક્ષા સમાસ.
* * *
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४६]
[સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા
૫. અન્યત્યાનુપ્રેક્ષા
अण्णं देहं गिहृदि जणणी अण्णा य होदि कम्मादो । अण्णं होदि कलत्तं अण्णो वि य जायदे पुत्तो ।। ८० ।। अन्यं: देहं गृह्णाति जननी अन्या च भवति कर्मतः । अन्यत् भवति कलत्रं अन्यः अपि च जायते पुत्रः ।। ८० ।।
અર્થ:- આ જીવ સંસારમાં જે દેહ ગ્રહણ કરે છે તે પોતાનાથી અન્ય છે, માતા છે તે પણ અન્ય છે, સ્ત્રી છે તે પણ અન્ય છે તથા પુત્ર છે તે પણ અન્ય ઊપજે છે; આ સર્વ કર્મસંયોગથી આવી भणे छे.
एवं बाहिरदव्वं जाणदि रूवादु अप्पणो भिण्णं । जाणतो वि हु जीवो तत्थेव य रज्जदे मूढो । । ८१ । । एवं बाह्यद्रव्यं जानाति रूपात् स्फुटं आत्मनः भिन्नं । जानन् अपि स्फुटं जीवः तत्रैव च रज्यति मूढः ।। ८१ ।।
અર્થ:- એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારથી સર્વ બાહ્યવસ્તુઓને આત્માના સ્વરૂપથી ન્યારી (ભિન્ન) પ્રગટપણે જાણવા છતાં પણ આ મૂઢ-મોહી જીવ તે પદ્રવ્યોમાં જ રાગ કરે છે, પરંતુ એ મોટી भूर्खता छे.
जो जाणिऊण देहं जीवसरूवादु तचदो भिण्णं । अप्पाणं पि य सेवदि कज्जकरं तस्स अण्णत्तं ।। ८२ ॥ यः ज्ञात्वा देहं जीवस्वरूपात् तत्त्वतः भिन्नम्। आत्मानं अपि च सेवते कार्यकरं तस्य अन्यत्वम्।।८२।।
અર્થ:- જે જીવ પોતાના આત્મસ્વરૂપથી દેહને ૫૨માર્થપણે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અશુચિતાનુપ્રેક્ષા ]
| [૪૭ ભિન્ન જાણી આત્મસ્વરૂપને સેવે છે–ધ્યાવે છે તેને આ અન્યત્વભાવના કાર્યકારી છે.
ભાવાર્થ- જે દેહાદિ પરદ્રવ્યોને ન્યારાં જાણી પોતાના સ્વરૂપનું સેવન કરે છે તેને આ અન્યત્વભાવના કાર્યકારી છે.
(દોહરો) નિજ આતમથી ભિન્ન પર, જાણે જે નર દક્ષ; નિજમાં રમે હમે અપર, તે શિવ લખે પ્રત્યક્ષ.
ઈતિ અન્યત્યાનુપ્રેક્ષા સમાપ્ત.
*
*
*
૬. અશુચિ–ાનુપ્રેક્ષા सयलकुहियाण पिंडं किमिकुलकलियं अउव्वदुग्गंधं । मलमुत्ताण य गेहं देहं जाणेहि असुइमयं ।। ८३।।
सकलकुथितानां पिण्डं कृमिकुलकलितं अपूर्वदुर्गन्धं । मलमूत्राणां च गृहं देहं जानीहि अशुचिमयम्।। ८३।।
અર્થ - હે ભવ્ય? તું આ દેહને અપવિત્રમય જાણ! કેવો છે એ દેહ? સઘળી કુત્સિત અર્થાત નિંદનીય વસ્તુઓનો પિંડ- સમુદાય છે. વળી તે કેવો છે? કૃમિ અર્થાત્ ઉદરના જીવ જે કીડા તથા નિગોદિયા જીવોથી ભરેલો છે, અત્યંત દુર્ગન્ધમય છે તથા મળ-મૂત્રનું ઘર છે.
ભાવાર્થ- આ દેહને સર્વ અપવિત્ર વસ્તુઓના સમૂહરૂપ જાણ.
હવે કહે છે કે-આ દેહ અન્ય સુગંધિત વસ્તુઓને પણ પોતાના સંયોગથી દુર્ગન્ધમય કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४८]
[स्वामितियानुप्रेक्षा सुट्ट पवित्तं दबं सरससुगंधं मणोहरं जं पि। देहणिहित्तं जायदि धिणावणं सुट्ट दुग्गंधं ।। ८४ ।।
सुष्ठु पवित्रं द्रव्यं सरससुगन्धं मनोहरं यदपि। देहनिक्षिप्तं जायते घृणास्पदं सुष्ठु दुर्गन्धम्।। ८४।।
અર્થ - રૂડા, પવિત્ર, સુરસ અને મનોહર સુગંધિત દ્રવ્યો છે તે પણ આ દેહમાં નાખતાંની સાથે જ ધૃણાસ્પદ અને અત્યંત દુર્ગન્ધમય બની જાય છે.
ભાવાર્થ- આ દેહને ચંદન-કપરાદિ લગાવતાં તે પણ દુર્ગન્ધમય થઈ જાય છે, મિષ્ટાન્નાદિ સુરસ વસ્તુઓ ખાતાં તે પણ મલાદિરૂપ પરિણમી જાય છે તથા અન્ય વસ્તુ પણ આ દેહના સ્પર્શમાત્રથી અસ્પૃશ્ય થઈ જાય છે.
ફરી આ દેહને અશુચિરૂપ દર્શાવે છે:मणुयाणं असुइमयं विहिणा देहं विणिम्मियं जाण। तेसिं विरमणकज्जे ते पुण तत्थेव अणुरत्ता।। ८५।। मनुजानां अशुचिमयं विधिना देहं विनिर्मितं जानीहि। तेषां विरमणकार्ये ते पुनः तत्र एव अनुरक्ताः।। ८५।।
અર્થ- હે ભવ્ય? આ મનુષ્યોનો દેહ, કર્મોએ અશુચિમય બનાવ્યો છે, ત્યાં આવી ઉ~ક્ષા-સંભાવના જાણ કે-એ મનુષ્યોને વૈરાગ્ય ઉપજાવવા માટે જ એવો રચ્યો છે; છતાં પણ આ મનુષ્ય એવા દેહમાં પણ અનુરાગી થાય છે એ મોટું અજ્ઞાન છે.
વળી એ જ અર્થને દઢ કરે છેएवंविहं पि देहं पिच्छंता वि य कुणंति अणुरायं। सेवंति आयरेण य अलद्धपुव्वं ति मण्णंता।। ८६ ।। एवंविधं अपि देहं पश्यन्तः अपि च कुर्वन्ति अनुरागम्। सेवन्ते आदरेण च अलब्धपूर्वं इति मन्यमानाः।। ८६ ।। Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૯
અશુચિતાનુપ્રેક્ષા]
અર્થ - પૂર્વોક્ત પ્રકારે એવા અશુચિ દેહને પ્રત્યક્ષ દેખવા છતાં પણ આ મનુષ્ય ત્યાં અનુરાગ કરે છે, જાણે પૂર્વે (આવો દેહ) કદી પણ પામ્યો ન હોય એમ માનતો થકો તેને આદરે છે–સેવે છે, પણ તે મહાન અજ્ઞાન છે.
હવે આ દેહથી જે વિરક્ત થાય છે તેને અશુચિભાવના સફળ છે એમ કહે છે:
जो परदेहविरत्तो णियदेहे ण य करेदि अणुरायं। अप्पसरूवि सुरत्तो असुइत्ते भावणा तस्स।।८७।। यः परदेहविरक्त: निजदेहे न च करोति अनुरागम्। आत्मस्वरूपे सुरक्तः अशुचित्वे भावना तस्य।। ८७।।
અર્થ:- જે ભવ્ય, પરદેહ જે સ્ત્રી આદિના દેહુ તેનાથી વિરક્ત થતો થકો નિજ દેહમાં પણ અનુરાગ કરતો નથી અને આત્મસ્વરૂપમાં ધ્યાન વડે લીન રહે છે તેને અશુચિભાવના સાર્થક થાય છે.
ભાવાર્થ- કેવળ વિચારમાત્રથી જ ભાવના પ્રધાન (સાચી) નથી, પરંતુ દેહને અશુચિરૂપ વિચારવાથી જેને વૈરાગ્ય પ્રગટ થાય તેને ભાવના સત્યાર્થ કહેવાય છે.
(દોહરો) સ્વપર દેહકું અશુચિ લખી, તજૈ તાસ અનુરાગ; તાકે સાચી ભાવના, સો કહીએ મહાભાગ્ય.
ઇતિ અશુચિતાનુપ્રેક્ષા સમાય.
* * *
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦]
[ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા ૭. આસવાનુપ્રેક્ષા मणवयणकायजोया जीवपएसाण फंदणविसेसा। मोहोदएण जुत्ता विजुदा वि य आसवा होति।।८८।। मनवचनकाययोगाः जीवप्रदेशानां स्पन्दनविशेषाः। मोहोदयेन युक्ताः वियुताः अपि च आस्रवाः भवन्ति।।८८ ।।
અર્થ- મન-વચન-કાયરૂપ યોગ છે તે જ આસ્રવ છે. કેવા છે તે યોગ? જીવપ્રદેશોનું પરિસ્પંદન અર્થાત્ ચલન-કંપન તેના જ જે વિશેષ (ભેદ) છે તે જ યોગ છે. વળી તે કેવા છે? મોહકર્મના ઉદયરૂપ મિથ્યાત્વ-કષાયકર્મ સહિત છે તથા એ મોહના ઉદયથી રહિત પણ છે.
ભાવાર્થ- મન-વચન-કાયનું નિમિત્ત પામીને જીવના પ્રદેશોનું ચલાચલ થવું તે યોગ છે અને તેને જ આસ્રવ કહીએ છીએ. તે, ગુણસ્થાનોની પરિપાટી અનુસાર સૂક્ષ્મસાપરાય નામના દશમાં ગુણસ્થાન સુધી તો મોહના ઉદયરૂપ યથાસંભવિત મિથ્યાત્વકપાયોથી સહિત હોય છે તેને સાંપરાયિક આસ્રવ કહીએ છીએ તથા તેની ઉપરના તેરમાં ગુણસ્થાન સુધી મોહના ઉદયરહિત (યોગ) છે તેને ઇર્યાપથ આસ્રવ કહીએ છીએ. જે પુદ્ગલવર્ગણાઓ કર્મરૂપ પરિણમે તેને દ્રવ્યાસ્રવ કહીએ છીએ તથા જીવપ્રદેશો ચંચલ થાય છે તેને ભાવાગ્નવ કહીએ છીએ.
- હવે મોહના ઉદય સહિત જે આસ્રવ છે તે જ (ખરેખર) આસ્રવ છે એમ વિશેષપણે કહે છે – मोहविवागवसादो जे परिणामा हवंति जीवस्स। ते आसवा मुणिज्जसु मिच्छत्ताई अणेयविहा।। ८९ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આસ્રવાનુપ્રેક્ષા] .
[ ૫૧ मोहविपाकवशात् ये परिणामा भवन्ति जीवस्य। ते आस्रवा: मन्यस्व मिथ्यात्वादयः अनेकविधाः।। ८९ ।।
અર્થ- મોહકર્મના ઉદયવશે આ જીવને જે પરિણામ થાય છે તે જ આસ્રવ છે, એમ હું ભવ્ય? તું પ્રગટપણે જાણ ! તે પરિણામ મિથ્યાત્વાદિ અનેક પ્રકારના છે.
ભાવાર્થ- કર્મબંધનું કારણ આસ્રવ છે. તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એમ પાંચ પ્રકારના છે. તેમાં સ્થિતિઅનુભાગરૂપ બંધના કારણ તો મિથ્યાત્વાદિ ચાર જ છે અને તે મોહકર્મના ઉદયથી થાય છે; તથા યોગ છે તે તો સમયમાત્ર બંધને કરે છે પણ કાંઈ સ્થિતિ- અનુભાગને કરતો નથી, તેથી તે બંધના કારણમાં પ્રધાન (મુખ્ય) નથી.
હવે પુણ્ય-પાપના ભેદથી આગ્નવને બે પ્રકારનો કહે છેकम्मं पुण्णं पावं हेउं तेसिं च होंति सच्छिदरा। मंदकसाया सच्छा तिव्वकसाया असच्छा हु।। ९०।। कर्म पुण्यं पापं हेतवः तयोः च भवन्ति स्वच्छेतराः। मन्दकषाया: स्वच्छा: तीव्रकषायाः अस्वच्छा: स्फुटम्।। ९०।।
અર્થ:- કર્મ છે તે પુણ્ય અને પાપ એવા બે પ્રકારનાં છે. તેનું કારણ પણ બે પ્રકારનું છે : એક પ્રશસ્ત અને બીજાં અપ્રશસ્ત. ત્યાં મંદકષાયરૂપ પરિણામ છે તે તો પ્રશસ્ત એટલે શુભ છે તથા તીવ્રકષાયરૂપ પરિણામ છે તે અપ્રશસ્ત એટલે અશુભ છે એમ પ્રગટ જાણો.
ભાવાર્થ- શતાવેદનીય, શુભઆયુ, ઉચ્ચગોત્ર અને શુભનામ એ પ્રકૃતિઓ તો પુણ્ય (શુભ) રૂપ છે તથા બાકીનાં ચાર ઘાતિકર્મો, અશાતાવેદનીય, નરકાયુ, નીચગોત્ર અને અશુભનામ એ બધી પ્રકૃતિઓ પાપરૂપ છે. તેમના કારણરૂપ આસ્રવ પણ બે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
પ્રકારના છે. ત્યાં મંદકષાયરૂપ પરિણામ છે તે તો પુણ્યાસવ છે તથા તીવ્રકષાયરૂપ પરિણામ છે તે પાપાસ્રવ છે.
હવે મંદ–તીવ્ર કષાયનાં પ્રગટ દૃષ્ટાંત કહે છેઃ
મંદ-તીવ્રકષાયનાં પ્રગટ દૃષ્ટાંત
सव्वत्थ वि पियवयणं दुव्वयणे दुज्जणे वि खमकरणं । सव्वेसिं गुणगहणं मंदकसायाण વિકતા।।૧૬।। सर्वत्र अपि प्रियवचनं दुर्वचने दुर्जने अपि क्षमाकरणम् । सर्वेषां गुणग्रहणं मन्दकषायाणां દષ્ટાન્તા:।।૧૬।।
અર્થ:- સર્વ જગ્યાએ શત્રુ- મિત્રાદિમાં પ્રિય-હિતરૂપ વચન બોલવાં, દુર્વચનો સાંભળીને પણ દુર્જનો પ્રત્યે ક્ષમા કરવી તથા સર્વ જીવોના ગુણ જ ગ્રહણ કરવા-એ સર્વ મંદકષાયી જીવોનાં દષ્ટાંત છે.
अप्पपसंसणकरण पुज्जेसु वि दोसगहणसीलत्तं । वेरधरणं च सुइरं तिव्वकसायाण लिंगाणि' ।। ९२ ।।
'हरिततृणाङ्कुरचारिणि, मन्दा मृगशावके भवति मूर्च्छा । उन्दरनिकरोन्माथिनि, माज्जारे सैव जायते तीव्रा ।।
( શ્રી પુરુષાર્થ સિદ્ધિઉપાય- ૧૨૧)
અર્થ:- લીલા ઘાસના અંકુર ચરવાવાળા હરણના બચ્ચામાં (એ ઘાસ ચરતી વેળા) પણ તત્સંબંધી મૂર્છા મંદ હોય છે ત્યારે તે જ હિંસા ઉંદરોના સમૂહનું ઉન્મૂથન કરવાવાળી બિલ્લીમાં તીવ્ર હોય છે. હરણ તો સ્વભાવથી જ લીલાં ઘાસની અધિક શોધમાં રહેતું નથી છતાં જ્યારે તેને લીલું ઘાસ મળી પણ જાય તો તે થોડું ઘણું ખાઈને તેને છોડીને ભાગી જાય છે, પરંતુ બિલ્લી તો પોતાના ખાધપદાર્થની તપાસમાં સ્વભાવથી જ અધિક ચેષ્ટિત રહે છે. વળી તે ખાદ્યપદાર્થ મળતાં તેમાં એટલી બધી અનુરક્ત થાય છે કે માથા ઉપર ડાંગ મારવા છતાં તેને છોડતી નથી. એટલે આ હરણ અને બિલ્લી એ બે, મંદ અને તીવ્રકષાયનાં સરલ અને પ્રગટ ઉદાહરણ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આસ્ત્રવાનુપ્રેક્ષા] .
[ પર आत्मप्रशंसनकरणं पूज्येषु अपि दोषग्रहणशीलत्वम्। वैरधारणं च सुचिरं तीव्रकषायाणां लिङ्गानि।।९२।।
અર્થ - પોતાની પ્રશંસા કરવી, પૂજ્ય પુરુષોના પણ દોષ ગ્રહણ કરવાનો સ્વભાવ રાખવો તથા ઘણા કાળ સુધી વૈર ધારણ કરી રાખવું-એ તીવ્રકષાયી જીવોનાં ચિહ્ન છે.
હવે કહે છે કે આવા જીવોનું આસ્રવચિતવન નિષ્ફળ છેएवं जाणंतो वि हु परिचयणीए वि जो ण परिहरइ। तस्सासवाणुवेक्खा सव्वा वि णिरत्थया होदि।। ९३।। एवं जानन् अपि स्फुटं परित्यजनीयान् अपि यः न परिहरति। तस्य आस्रवानुप्रेक्षा सर्वा अपि निरर्थका भवति।। ९३।।
અર્થ:- આ પ્રમાણે પ્રગટ જાણવા છતાં પણ જે તજવા યોગ્ય પરિણામોને છોડતો નથી તેનું સર્વ આગ્નવચિંતવન નિરર્થક છેકાર્યકારી નથી.
ભાવાર્થ- આસ્રવાનુપ્રેક્ષા ચિંતવન કરી પ્રથમ તો તીવ્રકષાય છોડવો, ત્યાર પછી શુદ્ધાત્મસ્વરૂપનું ધ્યાન કરવું અર્થાત્ સર્વ કષાય છોડવો. એ જ ચિંતવનનું ફળ છે, માત્ર વાર્તા જ કરવી એ તો સફળ નથી. एदे मोहजभावा जो परिवज्जेइ उवसमे लीणो। हेयमिदि मण्णमाणो आसवअणुपेहणं तस्स।।९४ ।। एतान् मोहजभावान् यः परिवर्जयति उपशमे लीनः। हेयं इति मन्यमानः आस्रवानुप्रेक्षणं तस्य।।९४ ।।
અર્થ:- જે પુરુષ ઉપર કહેલા સઘળા, મોહના ઉદયથી થયેલા, મિથ્યાત્વાદિ પરિણામોને છોડ છે-કેવો થયો થકો? ઉપશમપરિણામ જે વીતરાગભાવ તેમાં લીન થયો થકો તથા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા એ મિથ્યાત્વાદિ ભાવોને હેય અર્થાત્ ત્યાગવા યોગ્ય છે એમ જાણતો થકો- તે આસ્રવાનુપ્રેક્ષા હોય છે.
(દોહરો) આસવ પંચ પ્રકારને, ચિંતવી તજે વિકાર; તે પામે નિજરૂપને, એ જ ભાવનાસાર.
ઇતિ આગ્નવાનુપ્રેક્ષા સમાસ.
*
*
*
૮. સંવરાનુપ્રેક્ષા હવે સાત ગાથા દ્વારા સંવરાનુપ્રેક્ષા કહે છેसम्मत्तं देसवयं महव्वयं तह जओ कसायाणं। एदे संवरणामा जोगाभावो तह च्चेव।।९५।। सम्यक्त्वं देशव्रतं महाव्रतं तथा जयः कषायाणाम्। एते संवरनामान: योगाभावः तथा च एव।।९५।।
અર્થ - સમ્યગ્દર્શન, દેશવ્રત, મહાવ્રત, કષાયજય તથા યોગનો અભાવ-એ સંવરનાં નામ છે.
ભાવાર્થ- પૂર્વે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ પાંચ પ્રકારના આસ્રવ કહ્યા હતા. તેમને અનુક્રમપૂર્વક રોકવા એ જ સંવર છે. તે કેવી રીતે ? મિથ્યાત્વનો અભાવ તો ચોથા ગુણસ્થાનમાં થયો એટલે ત્યાં મિથ્યાત્વનો સંવર થયો, અવિરતિનો અભાવ એકદેશપણે તો દેશવિરતિ નામના પાંચમા ગુણસ્થાનમાં તથા સર્વદશપણે છઠ્ઠી પ્રમત્તગુણસ્થાનમાં થયો એટલે ત્યાં અવિરતિનો સંવર થયો, અપ્રમત્તગુણસ્થાનમાં પ્રમાદનો અભાવ થયો એટલે ત્યાં પ્રમાદનો સંવર થયો, ક્ષણમોહ નામના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંવરાનુપ્રેક્ષા ]
[૫૫
બારમા ગુણસ્થાને કષાયનો અભાવ થયો એટલે ત્યાં કષાયનો સંવર થયો તથા અયોગી જિનમાં યોગોનો અભાવ થયો એટલે એ અયોગીસ્થાને યોગનો સંવર થયો. એ પ્રમાણે સંવરનો ક્રમ છે.
હવે એ જ વિશેષપણે કહે છેઃ
गुत्ती समिदी धम्मो अणुवेक्खा तह य परिसहजओ वि। उक्किट्ठ चारित्तं संवरदू વિસેસે।।૧૬।। गुप्तयः समितियः धर्म: अनुप्रेक्षाः तथा च परीषहजयः अपि । úúÉ चारित्रं संवरहेतवः વિશેષેન।।૧૬।।
અર્થ:- કાય-વચન-મન એ ત્રણ ગુતિ, ઇર્યા-ભાષા-એષણાઆદાનનિક્ષેપણા-પ્રતિષ્ઠાપના એ પાંચ સમિતિ, ઉત્તમ ક્ષમાદિ દશલક્ષણધર્મ, અનિત્યાદિ બાર અનુપ્રેક્ષા, બાવીસ પરીષહજય તથા સામાયિકાદિ ઉત્કૃષ્ટ પાંચ પ્રકારનાં ચારિત્ર-એટલાં વિશેષપણે સંવરનાં કારણો છે.
હવે તેને સ્પષ્ટ કરે છેઃ
गुत्ती जोगणिरोह समिदी य पमादवज्जणं चेव । धम्मो दयापहाणो सुतच्चचिंता अणुप्पेहा ।। ९७ ।। गुप्तिः योगनिरोधः समितिः च प्रमादवर्जनं चैव । ધર્મ: दयाप्रधानः सुतत्त्वचिन्ता
अनुप्रेक्षा ।। ९७ ।।
અર્થ:- યોગોનો નિરોધ તે તો ગુપ્તિ છે, પ્રમાદ તજી યત્નાચારપૂર્વક પ્રવર્તવું તે સમિતિ છે, જેમાં દયા પ્રધાન હોય તે ધર્મ છે તથા ભલા તત્ત્વો અર્થાત્ જીવાદિ તત્ત્વો અને નિજ સ્વરૂપનું ચિંતવન તે અનુપ્રેક્ષા છે.
सो वि परीसहविजओ छुहादिपीडाण अइरउद्दाणं । सवणाणं च मुणीणं उवसमभावेण जं सहणं ।। ९८ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
५६]
[स्वामितियानुप्रेक्षा सः अपि परीषहविजयः क्षुधादिपीडानां अतिरौद्राणाम्। श्रवणानां च मुनीनां उपशमभावेन यत् सहनम्।। ९८ ।।
અર્થ - અતિ રૌદ્ર ભયાનક ક્ષુધાદિ પીડાને ઉપશમભાવ અર્થાત્ વીતરાગભાવ વડે સહવી તે, જ્ઞાની જે મહામુનિ છે તેમને, પરીષહોનો જય કર્યો કહે છે.
अप्पसरूवं वत्थु चत्तं रायादिएहिं दोसेहिं। सज्झाणम्मि णिलीणं तं जाणसु उत्तमं चरणं ।। ९९ ।। आत्मस्वरूपं वस्तु त्यक्तं रागादिकैः दोषैः। स्वध्याने निलीनं तत् जानीहि उत्तम चरणम्।। ९९ ।।
અર્થ:- જે આત્મસ્વરૂપ વસ્તુ છે તેમાં રાગાદિ દોષરહિત ધર્મશુક્લધ્યાન પૂર્વક લીન થવું તેને હે ભવ્ય! તું ઉત્તમ ચારિત્ર જાણ!
હવે કહે છે કે-આ પ્રમાણે સંવરને જે આચરતો નથી તે संसारमा म छ:एदे संवरहेदू वियारमाणो वि जो ण आयरइ। सो भमइ चिरं कालं संसारे दुक्खसंतत्तो।। १०० ।। एतान् संवरहेतून विचारयन् अपि यः न आचरति। सः भ्रमति चिरं कालं संसारे दुःखसन्तप्तः।। १०० ।।
અર્થ:- જે પુરુષ ઉપર પ્રમાણે સંવરનાં કારણોને વિચારતો છતો પણ તેને આચરતો નથી તે દુઃખોથી તસાયમાન થતો થકો ઘણા કાળ સુધી સંસારમાં ભ્રમણ કરે છે.
હવે કહે છે કે કેવા પુરુષને સંવર થાય છે:जो पुण विसयविरत्तो अप्पाणं सव्वदा वि संवरइ। मणहरबिसएहिंतो तस्स फुडं संवरो होदि।। १०१।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્જરાનુપ્રેક્ષા ]
[ પ૭ यः पुनः विषयविरक्तः आत्मानं सर्वदा अपि संवृणोति। मनोहर विषयेभ्यः तस्य स्फुटं संवरः भवति।।१०१।।
અર્થ- જે મુનિ ઇંદ્રિયોના વિષયોથી વિરક્ત થયો થકો મનને પ્યારા જે વિષયો તેમનાથી આત્માને સદાય નિશ્ચયથી સંવરરૂપ કરે છે તેને પ્રગટપણે સંવર થાય છે.
ભાવાર્થ- મનને ઇંદ્રિય-વિષયોથી રોકી, પોતાના શુદ્ધ સ્વરૂપમાં રમાડે તેને સંવર થાય છે.
(દોહરો) ગુતિ સમિતિ વૃષ ભાવના, જયન પરીષહકાર; ચારિત ધારે સંગ તજી, સો મુનિ સંવરધાર.
ઇતિ સંવરાનુપ્રેક્ષા સમાપ્ત.
* * *
૯. નિર્જરાનુપ્રેક્ષા હવે નિર્જરાનુપ્રેક્ષાનું વર્ણન કરે છે. बारसविहेण तवसा णियाणरहियस्स णिज्जरा होदि। वेरग्गभावणादो णिरहंकारस्स णाणिस्स।।१०२।। द्वादशविधेन तपसा निदानरहितस्य निर्जरा भवति। वैराग्यभावनातः निरहंकारस्य ज्ञानिनः।। १०२।।
અર્થ- જ્ઞાની પુરુષને બાર પ્રકારના તપથી કર્મોની નિર્જરા થાય છે. કેવા જ્ઞાનીને થાય છે? જે નિદાન અર્થાત્ ઇંદ્રિયવિષયોની વાંચ્છા રહિત હોય તથા અહંકાર-અભિમાનથી રહિત હોય તેને, વળી શા વડે નિર્જરા થાય છે? વૈરાગ્યભાવનાથી અર્થાત્ સંસાર-દેહ-ભોગ પ્રત્યે વિરક્ત પરિણામોથી થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ભાવાર્થ- તપ વડે નિર્જરા થાય છે; પણ જે જ્ઞાન સહિત તપ કરે તેને થાય છે. અજ્ઞાન સહિત વિપરીત તપ કરે તેમાં હિંસાદિક હોવાથી, એવાં તપથી તો ઊલટો કર્મબંધ થાય છે. વળી તપ વડે મદ કરે, બીજાને ન્યૂન ગણે, કોઈ પૂજાદિક ન કરે તેના પ્રત્યે ક્રોધ કરેએવા તપથી તો બંધ જ થાય. ગર્વ રહિત તપથી જ નિર્જરા થાય. વળી તપથી આલોક-પરલોકમાં પોતાના ખ્યાતિ-લાભ-પૂજા અને ઇંદ્રિયોના વિષય-ભોગ ઇચ્છે તેને તો બંધ જ થાય. નિદાન રહિત તપથી જ નિર્જરા થાય; પણ જે સંસાર-દે-ભોગમાં આસક્ત થઈ તપ કરે તેનો તો આશય જ શુદ્ધ હોતો નથી તેથી તેને નિર્જરા પણ થતી નથી. નિર્જરા તો વૈરાગ્યભાવનાથી જ થાય છે એમ જાણવું. હવે નિર્જરા કોને કહેવી તે કહે છે:
નિર્જરાનું સ્વરૂપ सव्वेसिं कम्माणं सत्तिविवाओ हवेइ अणुभाओ। तदणंतरं तु सडणं कम्माणं णिज्जरा जाण।।१०३।। सर्वेषां कर्मणां शक्तिविपाक: भवति अनुभागः। तदनन्तरं तु शटनं कर्मणां निर्जरां जानीहि।। १०३।।
અર્થ:- સમસ્ત જે જ્ઞાનાવરણાદિ આઠ કર્મની શક્તિ એટલે ફળ દેવાના સામર્થ્યનો વિપાક થવો-ઉદય થવો, તેને અનુભાગ કહીએ છીએ. તે ઉદય આવીને તુરત જ તેનું ખરવું- ઝરવું થાય તેને હું ભવ્ય ! તું કર્મની નિર્જરા જાણ !
ભાવાર્થ- કર્મ, ઉદય આવીને, ખરી જાય તેને નિર્જરા કહીએ છીએ.
તે નિર્જરા બે પ્રકારની છે, તે કહે છે:
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૫૯
નિર્જરાનુપ્રેક્ષા ]
નિર્જરાના બે પ્રકાર सा पुण दुविहा णेया सकालपत्ता तवेण कयमाणा। चादुगदीणं पढमा वयजुत्ताणं हवे बिदिया।।१०४।। सा पुनः द्विविधा ज्ञेया स्वकालप्राप्ता तपसा क्रियमाणाः। चातुर्गतिकानां प्रथमा व्रतयुक्तानां भवेत् द्वितीया।। १०४ ।।
અર્થ - ઉપર કહેલી નિર્જરા બે પ્રકારની છે. એક તો સ્વકાળપ્રાસ અને બીજી તપ વડે થાય છે. તેમાં પ્રથમની સ્વકાળ પ્રાપ્ત નિર્જરા તો ચારે ગતિના જીવોને થાય છે તથા બીજી જે તપ વડે થાય છે, તે વ્રતયુક્ત જીવોને થાય છે.
ભાવાર્થ- નિર્જરા બે પ્રકારની છે. તેમાં જે કર્મ સ્થિતિ પૂરી થતાં ઉદય પામી રસ આપી ખરી જાય તેને તો સવિપાકનિર્જરા કહીએ છીએ. આ નિર્જરા તો સઘળા જીવોને થાય છે. તથા તપ વડે કર્મો અપૂર્ણ સ્થિતિએ પણ પરિપક્વ થઈ ખરી જાય તેને અવિપાકનિર્જરા કહીએ છીએ અને તે વ્રતધારીને થાય છે.
હવે નિર્જરાની વૃદ્ધિ શાથી થાય છે તે કહે છે:उवसमभावतवाणं जह जह वड्ढी हवेइ साहूणं। तह तह णिज्जर वड्ढी विसेसदो धम्मसुक्कादो।।१०५।। उपशमभावतपसां यथा यथा वृद्धिः भवति साधोः। तथा तथा निर्जरावृद्धिः विशेषतः धर्मशुक्लाभ्याम्।। १०५ ।।
અર્થ:- મુનિજનોને જેમ જેમ ઉપશમભાવ તથા તપની વૃદ્ધિ થાય છે તેમ તેમ નિર્જરાની પણ વૃદ્ધિ થાય છે. વળી ધર્મધ્યાન અને શુક્લધ્યાનથી તો વિશેષ વૃદ્ધિ થાય છે.
હવે એ વૃદ્ધિનાં સ્થાન કહે છે -
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦]
( [ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા मिच्छादो सद्दिट्ठी असंखगुणकम्मणिज्जरा होदि। तत्तो अणुवयधारी तत्तो य महव्वई णाणी।।१०६ ।। पढमकसायचउण्हं विजोजओ तह य खवयसीलो य। दंसणमोहतियस्स य तत्तो उवसमगचत्तारि।।१०७।।
खवगो य खीणमोहो सजोइणाहो तहा अजोईया। एदे उवरिं उवरिं असंखयगुणकम्मणिज्जरया।। १०८।। मिथ्यात्वतः सदृष्टि: असंख्यगुणकर्मनिर्जरो भवति। ततः अणुव्रतधारी तत: च महाव्रती ज्ञानी।। १०६ ।। प्रथमकषायचतुर्णां वियोजकः तथा च क्षपकशीलः च। दर्शनमोहत्रिकस्य च तत: उपशमकचत्वारः ।। १०७।। क्षपक: च क्षीणमोह: सयोगिनाथः तथा अयोगिनः। एते उपरि उपरि असंख्यगुणकर्मनिर्जरकाः।। १०८ ।।
અર્થ:- પ્રથમોપશમસમ્યકત્વની ઉત્પત્તિ વખતે ત્રણ કરણવર્તી (અધકરણ-અપૂર્વકરણ-અનિવૃત્તિકરણ એ ત્રણ કરણમાં વર્તતા) વિશુદ્ધપરિણામ સહિત મિથ્યાષ્ટિને જે નિર્જરા થાય છે, તેનાથી અસંતસમ્યગ્દષ્ટિને અસંખ્યાત ગણી નિર્જરા થાય છે. તેનાથી દેશવ્રતી શ્રાવકને અસંખ્યાત ગણી થાય છે અને તેનાથી મહાવ્રતી મુનિજનોને અસંખ્યાત ગણી થાય છે.
તેનાથી અનંતાનુબંધી કષાયનું વિસંયોજન કરવાવાળાને એટલે તેને અપ્રત્યાખ્યાનાવરણાદિરૂપે પરિણમાવનારને અસંખ્યાત ગણી થાય છે, તેનાથી દર્શનમોહનો ક્ષય કરવાવાળાને અસંખ્યાત ગણી થાય છે, તેનાથી ઉપશમશ્રેણીવાળા ત્રણ ગુણસ્થાનવર્તીને અસંખ્યાત ગણી થાય છે અને તેનાથી અગિયારમા ઉપશાંતમો ગુણસ્થાનવાળાને અસંખ્યાત ગણી થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્જરાનુપ્રેક્ષા ]
[૬૧
તેનાથી ક્ષપકશ્રેણીવાળા ત્રણ ગુણસ્થાનમાં અસંખ્યાત ગણી થાય છે, તેનાથી બારમા ક્ષીણમોહગુણસ્થાનમાં અસંખ્યાત ગણી થાય છે, તેનાથી સયોગકેવલીને અસંખ્યાત ગણી થાય છે, તથા તેનાથી અયોગકેવલીને અસંખ્યાત ગણી થાય છે. એ પ્રમાણે ઉપર ઉપર અસંખ્યાત ગુણાકારરૂપ નિર્જરા છે તેથી તેને ગુણશ્રેણી નિર્જરા કહીએ છીએ.
હવે ગુણાકાર રહિત અધિકરૂપ નિર્જરા જેનાથી થાય છે તે અહીં કહીએ છીએ:
जो विसहदि दुव्वयणं साहम्मियहीलणं च उवसग्गं । जीणिऊण कसायरिडं तस्स हवे णिज्जरा विउला ।। १०९ ।। यः विषहते दुर्वचनं साधर्मिकहीलनं च उपसर्गम् । जित्वा कषायरिपुं तस्य भवेत् निर्जरा
विपुला । । १०९ ।।
અર્થ:- જે મુનિ દુર્વચન સહન કરે છે, અન્ય સાધર્મી મુનિ આદિ દ્વારા કરાયેલા અનાદરને સહન કરે છે, દેવાદિકોએ કરેલા ઉપસર્ગને સહન કરે છે;– એ પ્રમાણે કષાયરૂપ વૈરિઓને જીતે છે, તેને વિપુલ અર્થાત્ ઘણી નિર્જરા થાય છે.
ભાવાર્થ:- કોઈ કુવચન કહે તેના પ્રત્યે કષાય ન કરે, પોતાને અતિચારાદિ દોષ લાગતાં આચાર્યાદિક કઠોર વચન કહી પ્રાયશ્ચિત આપે-નિરાદર કરે તો પણ તેને નિષ્કષાયપણે સહન કરે તથા કોઈ ઉપસર્ગ કરે તેની સાથે પણ કષાય ન કરે, તેને ઘણી નિર્જરા થાય છે. रिणमोयणुव्व मण्णइ जो उवसग्गं परीसहं तिव्वं ।
संचिदं पुव्वं । । ११० ।।
पावफलं मे एदं मया वि जं ऋणमोचनवत् मन्यते यः उपसर्ग पापफलं मे एतत् मया अपि यत्
परीषहं
तीव्रम् ।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
संचितं
पूर्वम् ।। ११० ।।
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
અર્થ:- જે મુનિ ઉપસર્ગ તથા તીવ્ર પરીષહ આવતાં એમ માને છે કે મેં પૂર્વજન્મમાં પાપનો સંચય કર્યો હતો તેનું આ ફળ છે, તેને (શાંતિપૂર્વક) ભોગવવું પણ તેમાં વ્યાકુલ ન થવું. જેમ કે કોઈનાં કરજે નાણાં લીધાં હોય તે જ્યારે પેલો માગે ત્યારે તેને આપી દેવાં, પણ તેથી વ્યાકુલતા શા માટે કરવી? એ પ્રમાણે માનનારને ઘણી નિર્જરા થાય છે.
जो चिंतेइ सरीरं ममत्तजणयं विणस्सरं असुइं । दंसणणाणचरित्तं सुहजणयं णिम्मलं णिच्चं । । १११ । । यः चिन्तयति शरीरं ममत्वजनकं विनश्वरं अशुचिम् । दर्शनज्ञानचरित्रं शुभजनकं निर्मलं नित्यम् ।। १११ ।।
અર્થ:- જે મુનિ, આ શરીરને મમત્વ-મોહનું ઉપજાવવાવાળું, વિનાશી તથા અપવિત્ર માને છે અને દર્શન-જ્ઞાન-ચારિત્રને શુભજનક (સુખ ઉપજાવનાર), નિર્મળ તથા નિત્ય માને છે તેને ઘણી નિર્જરા થાય છે.
ભાવાર્થ:- શ૨ી૨ને મોહના કારણરૂપ, અસ્થિર અને અશુચિરૂપ માને તો તેનો શોચ ન રહે. અને પોતે પોતાના સ્વરૂપમાં લાગે ત્યારે નિર્જરા અવશ્ય થાય.
अप्पाणं जो जिंदइ गुणवंताणं करेदि बहुमाणं । मणइंदियाण विजई स सरूवपरायणो होदि । । ११२ ।। आत्मानं यः निन्दयति गुणवतां करोति बहुमानम् । मनइन्द्रियाणां विजयी स स्वरूपपरायणो भवति ।। ११२ ।।
અર્થ:- જે સાધુ પોતાના સ્વરૂપમાં તત્પર થઈ પોતે કરેલાં દુષ્કૃતોની નિંદા કરે છે, ગુણવાન પુરુષોનો પ્રત્યક્ષ કે પરોક્ષ ઘણો આદર કરે છે તથા પોતાનાં મન- ઇંદ્રિયોને જીતે છે-વશ કરે છે તેને ઘણી નિર્જરા થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્જરાનુપ્રેક્ષા ]
[૬૩
નિરાદર કરે તો તે
ભાવાર્થ:- મિથ્યાત્વાદિ દોષોનો મિથ્યાત્વાદિકર્મો ક્યાંથી ટકે! ઝડી જ જાય.
तस्स य सहलो जम्मो तस्स वि पावस्स णिज्जरा होदि । तस्स वि पुण्णं वढ्ढदि तस्स य सोक्खं परं होदि । । ९९३ । । तस्य च सफलं जन्म तस्य अपि पापस्य निर्जरा भवति । तस्य अपि पुण्यं वर्धते तस्य च सौख्यं परं भवति ।। ११३ ।।
અર્થ:- જે સાધુ એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારે નિર્જરાના કારણોમાં પ્રર્વતે છે તેનો જ જન્મ સફળ છે, તેને જ પાપકર્મોની નિર્જરા થાય છે અને પુણ્યકર્મનો અનુભાગ વધે છે, વળી તેને જ ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ:- જે નિર્જરાનાં કારણોમાં પ્રવર્તે છે તેને પાપનો નાશ થાય છે, પુણ્યની વૃદ્ધિ થાય છે તથા તે સ્વંગાદિનાં સુખ ભોગવી (અનુક્રમે ) મોક્ષને પ્રાપ્ત થાય છે.
હવે ઉત્કૃષ્ટ નિર્જરાના સ્વામીનું સ્વરૂપ કહીને નિર્જરાનું કથન પૂરું કરે છે
जो समसोक्खणिलीणो वारंवारं सरेइ अप्पाणं । इंदियकसायविजई तस्स हवे णिज्जरा परमा ।। ११४ ।। यः समसौख्यनिलीनः वारंवारं स्मरति आत्मानम् । इन्द्रियकषायविजयी तस्य भवेत् निर्जरा परमा ।। ११४ ।।
અર્થ:- જે મુનિ, વીતરાગભાવરૂપ સુખ કે જેનું નામ ૫૨મચારિત્ર છે તેમાં લીન અર્થાત્ તન્મય થાય છે, વારંવાર આત્માનું સ્મરણ-ચિંતવન કરે છે તથા ઇંદ્રિયોને જીતવાવાળા છે તેમને ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ભાવાર્થ- ઇંદ્રિયોનો તેમ જ કષાયોનો નિગ્રહ કરી પરમ વીતરાગભાવરૂપ આત્મધ્યાનમાં જે લીન થાય છે તેને ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે.
(દોહરો)
પૂર્વે બાંધ્યાં કર્મ જે, ખરે તપોબલ પાય; સો નિર્જરા કહાય હૈ, ધારે તે શિવ જાય.
ઇતિ નિર્જરાનુપ્રેક્ષા સમાપ્ત.
*
*
*
૧૦. લોકાનુપ્રેક્ષા હવે લોકાનુપ્રેક્ષાનું વર્ણન કરીએ છીએ. ત્યાં પ્રથમ જ લોકનો આકારાદિ કહીશું. તેમાં કંઈક ગણિતને પ્રયોજનરૂપ જાણીને તેનો સંક્ષેપમાં ભાવાર્થ અન્ય ગ્રંથાનુસાર અહીં લખીએ છીએ. ત્યાં પ્રથમ તો પરિકર્માષ્ટક છે. તેમાં, પહેલું- સંકલન એટલે જોડી દેવું તેસરવાળો કરવો તે; જેમ કે-આઠ ને સાતનો સરવાળો કરતાં પંદર થાય. બીજું-વ્યવકલન એટલે બાદબાકી કાઢવી તે, જેમ કે આઠમાંથી ત્રણ ઘટાડતાં પાંચ રહે. ત્રીજાં-ગુણાકાર, જેમ કે આઠને સાતથી ગુણતાં છપ્પન થાય. ચોથું-ભાગાકાર; જેમ કે આઠને બેનો ભાગ આપતાં ચાર થાય. પાંચમું-વર્ગ એટલે બરાબર સંખ્યાની બે રાશિ ગુણતાં જેટલા થાય તેટલા તેના વર્ગ કહેવાય; જેમ કે આઠનો વર્ગ ચોસઠ. છઠું-વર્ગમૂલ એટલે જેમ ચોસઠનું વર્ગમૂળ આઠ. સાતમું-ઘન એટલે ત્રણ રાશિ બરાબર ગુણતાં જે થાય તે; જેમ કે આઠનું ઘન પાંચસો બાર તથા આઠમું-ઘનમૂલ એટલે પાંચસો બારનું ઘનમૂલ આઠ. એ પ્રમાણે પરિકર્માષ્ટક જાણવું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
| [૬૫ વળી ત્રેરાશિક છે, જેમાં એક પ્રમાણરાશિ, એક ફલરાશિ તથા એક ઇચ્છારાશિ; જેમ કે કોઈ વસ્તુ બે રૂપિયાની સોળ શેર આવે તો આઠ રૂપિયાની કેટલી આવે? અહીં પ્રમાણરાશિ બે છે, ફલરાશિ સોળ છે તથા ઇચ્છારાશિ આઠ છે. ત્યાં ફલરાશિને ઇચ્છારાશિ સાથે ગુણતાં એક સો અઠ્ઠાવીસ થાય, તેને પ્રમાણરાશિની બે સંખ્યાથી ભાગ આપતાં ચોસઠ શેર આવે-એમ જાણવું.
વળી ક્ષેત્રફલ-એટલે જ્યાં સમાન ખંડ (ભાગ) કરીએ તેને ક્ષેત્રફલ કહીએ છીએ; જેમ કે ખેતરમાં દોરી માપીએ ત્યારે કચવાંસી, વિસવાસી, વીઘા કરીએ છીએ તે ક્ષેત્રફલ કહેવાય છે; જેમ કે-એશી હાથની દોરી હોય, તેના વીસ ગુંઠા કરતાં ચાર હાથનો એક ગંઠો થાય. એ પ્રમાણે એક દોરી લાંબુ-પહોળું ખેતર હોય તેના ચાર ચાર હાથના લાંબા-પહોળા ખંડ કરીએ તો વીસ વીસે ગુણતાં ચારસો થાય, તેને કચવાસી કહે છે. તેની વીસ વિસવાસી થઈ, તેનો એક વીઘો થયો. એ પ્રમાણે ચોરસ, ત્રિકોણ વા ગોળ આદિ ખેતર હોય તેને સમાન ખંડથી માપી ક્ષેત્રફલ લાવવામાં આવે છે; એ જ પ્રમાણે લોકના ક્ષેત્રને યોજનાદિની સંખ્યા વડ જેવું ક્ષેત્ર હોય તેવા વિધાનથી ક્ષેત્રફલ લાવવાનું વિધાન ગણિતશાસ્ત્રથી જાણવું.
અહીં લોકના ક્ષેત્રમાં અને દ્રવ્યોની ગણનામાં અલૌકિક ગણિત એકવીસ છે, તથા ઉપમાગણિત આઠ છે. ત્યાં સંખ્યાતના ત્રણ ભેદ છે-જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, અસંખ્યાતના નવ ભેદ છે-તેમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારે પરીતાસંખ્યાત; જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારે યુક્તાસંખ્યાત; તથા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારે અસંખ્યાતાસંખ્યાત. એ પ્રમાણે અસંખ્યાતના નવ ભેદ થયા. વળી અનંતના પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા નવ ભેદ છે. તે આ પ્રમાણે-જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારથી પરીતાનંત; જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારથી યુક્તાનંત; તથા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારથી અનંતાનંત-એ પ્રમાણે અનંતના નવ ભેદ છે. એ પ્રમાણે સંખ્યાતના ત્રણ, અસંખ્યાતના નવ તથા અનંતના નવ મળી અલૌકિક ગણિતના એકવીસ ભેદ થયા.
ત્યાં જઘન્યપરીતાસંખ્યાત (નું માપ) લાવવા માટે જંબૂદ્વીપ જેવડા લાખ લાખ યોજનના વ્યાસવાળા તથા હજાર હજાર યોજન ઊંડા ચાર કુંડ કરીએ. તેમાં એકનું નામ અનવસ્થાકુંડ, બીજાનું નામ શલાકાકુંડ, ત્રીજાનું નામ પ્રતિશલાકાકુંડ તથા ચોથાનું નામ મહાશલાકાકુંડ. તેમાં પ્રથમના અનવસ્થાકુંડને સરસવના દાણાથી પૂરેપૂરો ભરીએ તો તેમાં છેતાલીસ અંક પ્રમાણ સરસવ સમાય. તેને સંકલ્પમાત્ર લઈને ચાલીએ; તેમાંથી એક દ્વીપમાં અને એક સમુદ્રમાં એ પ્રમાણે નાખતા જઈએ ત્યાં જ્યાં એ સરસવ પૂરા થાય તે દ્વીપ વા સમુદ્રના માપ પ્રમાણે અનવસ્થાકુંડ કરી તેમાં સરસવ ભરીએ અને શલાકાકુંડમાં એક સરસવ બીજો લાવીને નાખીએ, હવે એ બીજા અનવસ્થાકુંડમાંથી એક સરસવ એક દ્વીપમાં અને એક સમુદ્રમાં એ પ્રમાણે નાખતા જઈએ. એ પ્રમાણે કરતાં કરતાં તે અનવસ્થાકુંડના સરસવ જ્યાં પૂરા થાય ત્યાં તે દ્વીપ વા સમુદ્રના માપ પ્રમાણે ત્રીજો અનવસ્થાકુંડ કરી તેને પણ એવી જ રીતે સરસવથી ભરીએ, અને એક સરસવ શલાકાકુંડમાં બીજો લાવીને નાખીએ. એ પ્રમાણે કરતાં કરતાં છતાલીસ અંકપ્રમાણ અનવસ્થાકુંડ પૂરા થાય ત્યારે એક શલાકાકુંડ ભરાય અને તે વેળા એક સરસવ પ્રતિશલાકાકુંડમાં નાખવો, એ જ પ્રમાણે અનવસ્થાકુંડ થતો જાય તથા શલાકાકુંડ પણ થતો જાય; એ પ્રમાણે કરતાં કરતાં છંતાલીસ અંકપ્રમાણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬૭
લોકાનુપ્રેક્ષા ] શલાકાકુંડ ભરાઈ જાય ત્યારે એક પ્રતિશલાકાકુંડ ભરાય. એ પ્રમાણે અનવસ્થાકુંડ થતો જાય, શલાકાકુંડ ભરાતો જાય તથા પ્રતિશલાકાકુંડ પણ ભરાતો જાય. જ્યારે છતાલીશ અંકપ્રમાણ પ્રતિશલાકાકુંડ ભરાઈ જાય ત્યારે એક મહાશલાકાકુંડ ભરાય. એ પ્રમાણે કરતાં છેતાલીસ અંકોના ઘનપ્રમાણ અનવસ્થાકુંડ થયા. તેમાં છેલ્લો અનવસ્થાકુંડ જે દ્વીપ વા સમુદ્રના માપ પ્રમાણે બન્યો તેમાં જેટલા સરસવ સમાય તેટલું જઘન્ય પરીતાસંખ્યાતનું પ્રમાણ છે.
તેમાંથી એક સરસવ ઘટાડતાં તે ઉત્કૃષ્ટ સંખ્યાત કહેવાય, તથા બે સરસવ પ્રમાણ જઘન્ય સંખ્યાત કહેવાય, તથા વચ્ચેના બધાય મધ્યમ સંખ્યાતના ભેદ જાણવા.
વળી તે જઘન્ય પરીતાસંખ્યાતના સરસવની રાશિને એક એક વિખેરી એક એક ઉપર તે જ રાશિને સ્થાપિ પરસ્પર ગુણતાં અંતમાં જે રાશિ આવે તેને જઘન્ય યુક્તાસંખ્યાત કહીએ છીએ, તેમાંથી એક રૂપ ઘટાડતાં ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાત કહેવાય અને મધ્યના નાના (અનેક) ભેદ જાણવા.
વળી જઘન્ય યુક્તાસંખ્યાતને જઘન્ય યુક્તાસંખ્યાત વડ એક વાર પરસ્પર ગુણતાં જે પ્રમાણ આવે તે જઘન્ય અસંખ્યાતાસંખ્યાત કહેવાય છે. તેમાંથી એક ઘટાડતાં ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાત થાય છે. વચ્ચેના નાના ભેદ મધ્યમ યુક્તાસંખ્યાતના જાણવા.
હવે એ જઘન્ય અસંખ્યાતાસંખ્યાતપ્રમાણ ત્રણ રાશિ કરવી. એક શલાકારાશિ, એક વિરલનરાશિ, એક દેયરાશિ. ત્યાં વિરલનરાશિને વિખેરી એક એક જુદા જુદા કરવા, એક એકના ઉપર એક એક દેયરાશિ મુકવી. તેને પરસ્પર ગુણતાં જ્યારે સર્વ ગુણાકાર થઈ રહે ત્યારે એક રૂપ શલાકારાશિમાંથી ઘટાડવું. વળી ત્યાં જે રાશિ થઈ તે પ્રમાણે વિરલન દેયરાશિ કરવી. ત્યાં એ વિરલનને વિખેરી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮].
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા એક એકને જુદા કરી એક એકના ઉપર દેયરાશિ મૂકવી અને તેનો પરસ્પર ગુણાકાર કરતાં જે રાશિ ઊપજે ત્યારે એક શલાકારાશિમાંથી પાછો ઘટાડવો. વળી જે રાશિ ઉપજી તેના પ્રમાણમાં વિરલન દેરાશિ કરવી. પછી વિરલનને વિખેરી દેયને એક એકના ઉપર સ્થાપી પરસ્પર ગુણાકાર કરવો અને એક રૂપ શલાકામાંથી ઘટાડવું. એ પ્રમાણે વિરલન રાશિ દેય વડે ગુણાકાર કરતા જવું તથા શલાકામાંથી ઘટાડતા જવું. એમ કરતાં કરતાં જ્યારે શલાકારાશિ પૂરેપૂરી નિઃશેષ થઈ જાય ત્યારે જે કંઈ પ્રમાણ આવે તે મધ્યમ અસંખ્યાતાસંખ્યાતનો ભેદ છે. વળી તેટલા તેટલા પ્રમાણ શલાકા, વિરલન, દય-એ ત્રણ રાશિ ફરી કરવી. તેને પણ ઉપર પ્રમાણે કરતાં જ્યારે શલાકારાશિ નિઃશેષ થઈ જાય ત્યારે જે મહારાશિ પ્રમાણ આવે તે પણ મધ્યમ અસંખ્યાતાસંખ્યાનો ભેદ છે. વળી તે રાશિ પ્રમાણે ફરીથી શલાકા, વિરલન, દેયરાશિ કરી તેને પૂર્વોક્ત વિધાનથી ગુણતાં જે મહારાશિ થઈ તે પણ મધ્યમ અસંખ્યાતાસંખ્યાનો ભેદ છે. ત્યાં શલાકાત્રયનિષ્ઠાપન એક વાર થયું.
વળી તે રાશિમાં અસંખ્યાતાસંખ્યાત પ્રમાણ છ રાશિ બીજી મેળવવી. તે છ રાશિ આ પ્રમાણે-(૧) લોકપ્રમાણ ધર્મદ્રવ્યના પ્રદેશ, (૨) અધર્મદ્રવ્યના પ્રદેશ, (૩) એક જીવના પ્રદેશ, (૪) લોકાકાશના પ્રદેશ, (૫) તે લોકથી અસંખ્યાત ગણા અપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ જીવોનું પ્રમાણ, તથા (૬) તેનાથી અસંખ્યાત ગણા સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ જીવોનું પ્રમાણ. એ છ રાશિ મેળવી પૂર્વોક્ત પ્રકારથી શલાકા, વિરલન, દેયરાશિના વિધાનથી શલાકાત્રય નિષ્ઠાપન કરવું. ત્યાં જે મહારાશિ આવે તે પણ મધ્યમ અસંખ્યાતાસંખ્યાનો ભેદ છે. તેમાં ચાર રાશિ બીજી મેળવવી. તે આ પ્રમાણે (૧) વીસ કોકો સાગરપ્રમાણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૬૯ કલ્પકાળના સમય, (૨) સ્થિતિબંધના કારણરૂપ કષાયોનાં સ્થાન, (૩) અનુભાગબંધના કારણરૂપ કષાયોનાં સ્થાન તથા (૪) યોગના અવિભાગપ્રતિચ્છેદ. એ પ્રમાણે ચાર રાશિ મેળવી પૂર્વોક્ત વિધાનથી શલાકાત્રય નિષ્ઠાપન કરવું. એ પ્રમાણે કરતાં જે પ્રમાણ થયું તે જઘન્ય પરિતાનંતરાશિ થઈ. તેમાંથી એક રૂપ ઘટાડતાં ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યાત થાય છે. અને વચ્ચેના જુદાજુદા ભેદ મધ્યમના જાણવા.
વળી જઘન્ય પરીતાનન્ત રાશિનું વિરલન કરી એક એક ઉપર એક એક જઘન્ય પરીતાનન્ત સ્થાપન કરી પરસ્પર ગુણતાં જે પ્રમાણ થાય તે જઘન્ય યુક્તાનંત જાણવું. તેમાંથી એક ઘટાડતાં ઉત્કૃષ્ટ પરીતાનંત થાય છે. વચ્ચેના જુદા જુદા ભેદ મધ્યમ પરીતાનંતના છે. વળી જઘન્ય યુક્તાનંતને જઘન્ય યુક્તાનંત વડ એક વાર પરસ્પર ગુણતાં જઘન્ય અનંતાનંત થાય છે. તેમાંથી એક ઘટાડતાં ઉત્કૃષ્ટ યુક્તાનંત થાય છે, તથા વચ્ચેના જુદા જુદા ભેદ મધ્યમ પરીતાનંતના જાણવા.
હવે ઉત્કૃષ્ટ અનંતાનંતને લાવવાનો ઉપાય કહે છે :
જઘન્ય અનંતાનંત પ્રમાણ શલાકા, વિરલન, દય-એ ત્રણ રાશિ વડે અનુક્રમે પ્રથમ કહ્યા પ્રમાણે શલાકાત્રય નિષ્ઠાપન કરતાં મધ્યમ અનંતાનંતના ભેદરૂપ રાશિ આવે છે. તેમાં સિદ્ધરાશિ, નિગોદરાશિ, પ્રત્યેક વનસ્પતિ સહિત નિગોદરાશિ, પુદ્ગલરાશિ, કાળના સમય તથા આકાશના પ્રદેશ—એ છ રાશિ મધ્યમ અનંતાનંતના ભેદરૂપે મેળવીને શલાકાત્રય નિષ્ઠાપન પૂર્વવત્ વિધાનથી કરતાં મધ્યમ અનંતાનંતના ભેદરૂપ રાશિ આવે છે. તેમાં ફરી ધર્મદ્રવ્ય-અધર્મદ્રવ્યના અગુરુલઘુ ગુણના અવિભાગપ્રતિચ્છેદ મેળવતાં જે મહારાશિપ્રમાણ રાશિ થઈ તેને ફરી પૂર્વોક્ત વિધાનથી શલાકાત્રય નિષ્ઠાપન કરતાં જે કોઈ મધ્યમ અનંતાનંતના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦]
| [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ભેદરૂપ રાશિ થાય તેને કેવળજ્ઞાનના અવિભાગપ્રતિચ્છેદનો સમૂહ પ્રમાણમાં ઘટાવી ફરી મેળવવી. ત્યારે કેવળજ્ઞાનના અવિભાગપ્રતિચ્છેદરૂપ ઉત્કૃષ્ટ અનંતાનંતપ્રમાણ રાશિ થાય છે.
ઉપમાપ્રમાણ આઠ પ્રકારથી કહ્યું છે:- પલ્ય, સાગર, સૂટ્યગુલ, પ્રતરાંગુલ, ઘનાંગુલ, જગન્હેણી, જગપ્રતર અને જગન્શન. તેમાં પલ્યના ત્રણ પ્રકાર છે-વ્યવહાર૫લ્ય, ઉદ્ધાપલ્ય તથા અદ્ધાપલ્ય. ત્યાં વ્યવહાર પલ્ય તો રોમોની સંખ્યા પ્રમાણ જ છે, ઉદ્ધારપલ્ય વડે દ્વીપસમુદ્રોની સંખ્યા ગણવામાં આવે છે તથા અદ્ધાપલ્ય વડે કર્મોની સ્થિતિ તથા દેવાદિકની આયુસ્થિતિ ગણવામાં આવે છે.
હવે તેમનું પરિણામ જાણવા માટે પરિભાષા કહે છે :
અનંત પુદ્ગલના પરમાણુઓના સ્કંધને એક અવસન્નાસન્ન કહે છે, તેનાથી આઠ આઠ ગુણા ક્રમથી બાર સ્થાનક જાણવાં. સન્નાસગ્ન, તૃટરેણુ, ત્રસરેણુ, રથરેણુ, ઉત્તમ ભોગભૂમિના વાળનો અગ્રભાગ, મધ્યમ ભોગભૂમિના વાળનો અગ્રભાગ, જઘન્યભોગભૂમિના વાળનો અગ્રભાગ, કર્મભૂમિના વાળનો અગ્રભાગ, લીખ, સરસવ, જવ અને આંગળ-એ બાર સ્થાનક છે. આ આંગળ છે તે ઉત્સધઆંગળ છે, એ વડે નારકી, દેવ, તિર્યંચ અને મનુષ્યોના શરીરનું પ્રમાણ વર્ણન કરવામાં આવે છે તથા દેવોનાં નગર–મંદિરાદિનું વર્ણન કરવામાં આવે છે. વળી ઉત્સધઆંગળથી પાંચસો ગણા પ્રમાણાંગુલ છે. એ વડે દ્વીપ, સમુદ્ર અને પર્વતાદિના પરિમાણનું વર્ણન કરવામાં આવે છે. તથા આત્માંગુલ, જ્યાં જેવા મનુષ્યો હોય ત્યાં તે પ્રમાણે જાણવો. છ આંગળનો પાદ થાય છે, બે પાદનો એક વિલત (વંત) થાય છે, બે વિસ્તનો એક હાથ થાય છે. બે હાથનો એક ભીષ (વાર) થાય છે, બે ભીષનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૭૧ એક ધનુષ થાય છે, બે હજાર ધનુષનો એક કોષ થાય છે, ચાર કોષનો એક યોજન થાય છે.
અહીં પ્રમાણાંગુલ વડે ઊપજ્યો એવો, એક યોજન પ્રમાણ ઊંડો અને પહોળો એક ખાડો કરવો અને તેને ઉત્તમ ભોગભૂમિમાં ઊપજેલા, જન્મથી માંડીને સાત દિવસ સુધીના, મેંઢાના વાળના અગ્રભાગ વડે, ભૂમિ સમાન અત્યંત દાબીને ભરવો એ પ્રમાણે ભરતાં તે ખાડામાં પિસ્તાળીસ અંકો પ્રમાણ રોમ સમાય છે. તેમાંથી દર સો સો વર્ષ વીત્યે એક એક રોમ કાઢવો; એ પ્રમાણે કરતાં એ ખાડો તદ્દન ખાલી થતાં જેટલાં વર્ષ થાય તેટલાં વર્ષને એક વ્યવહાર૫લ્ય કહે છે. એ વર્ષોના અસંખ્યાત સમય થાય છે.
વળી એક એક રોમના, અસંખ્યાત કરોડ વર્ષના જેટલા સમયે થાય, તેટલા તેટલા ખંડ કરવામાં આવે તે ઉદ્ધાર૫લ્યના રોમખંડ છે અને તેટલા સમય ઉદ્ધારપત્થના છે.
એ ઉદ્ધારપત્થના, અસંખ્યાત વર્ષના જેટલા સમય થાય તેટલા, એક એક રોમના ખંડ કરતાં એક અદ્ધાપલ્યના રોમખંડ થાય છે, તેના સમય પણ તેટલા જ છે. દશ કોડાકોડી પલ્યનો એક સાગર થાય છે.
વળી એક પ્રમાણાંગુલ પ્રમાણ લાંબા અને એક પ્રદેશ પ્રમાણ પહોળા ઊંચા ક્ષેત્રને એક સૂટ્યગુલ કહીએ છીએ. તેના પ્રદેશ અાપલ્યના અદ્ધછેદોનું વિરલન કરી એક એક અદ્ધાપલ્ય તે ઉપર સ્થાપી પરસ્પર ગુણતાં જે પ્રમાણ આવે તેટલા તેના પ્રદેશ છે. તેના વર્ગને એક પ્રતરાંગુલ કહીએ છીએ. સૂટ્યગુલના ઘનને એક ઘનાંગુલ કહીએ છીએ. એક અંગુલ લાંબા, પહોળા અને ઊંચા ભાગને ઘનાંગુલ કહીએ છીએ. સાત રાજા લાંબા અને એક પ્રદેશપ્રમાણ પહોળા ઊંચા ક્ષેત્રને એક જગશ્રેણિ કહીએ છીએ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર ]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા તેની ઉત્પત્તિ આ પ્રમાણે છે :- અદ્ધાપલ્યના અદ્ગછેદોના અસંખ્યાતમાં ભાગના પ્રમાણનું વિરલન કરી એક એક ઉપર ઘનાંગુલ આપી પરસ્પર ગુણતાં જે રાશિ આવે તે જગશ્રેણિ છે, જગશ્રેણિનો વર્ગ છે તે જગપ્રતર છે અને જગત્યેણિનું ઘન છે તે જગતઘન છે. તે જગતઘન સાત રાજા લાંબો, પહોળો, ઉંચો છે. એ પ્રમાણે લોકના પ્રદેશોનું પ્રમાણ છે અને તે પણ મધ્યમ અસંખ્યાતનો ભેદ છે. એ પ્રમાણે અહીં સંક્ષેપમાં ગણિત કહ્યું; વિશેષતાપૂર્વક તો તેનું કથન ગોટસાર ને ત્રિલોકસારમાંથી જાણવું.
દ્રવ્યમાં સૂક્ષ્મ તો પુદ્ગલપરમાણુ, ક્ષેત્રમાં આકાશનો પ્રદેશ, કાળમાં સમય તથા ભાવમાં અવિભાગપ્રતિચ્છેદ. એ ચારેને પરસ્પર પ્રમાણ સંજ્ઞા છે. અલ્પમાં અલ્પ તો આ પ્રમાણે છે તથા વધારેમાં વધારે દ્રવ્યમાં તો મહાત્કંધ, ક્ષેત્રમાં આકાશ, કાળમાં ત્રણે કાળ તથા ભાવમાં કેવલજ્ઞાન જાણવું. કાળમાં એક આવલીના જઘન્યયુક્તાસંખ્યાત સમય છે, અસંખ્યાત આવલીનું એક મુહૂર્ત છે, ત્રીસ મુહૂર્તનો એક રાત્રિદિવસ છે, ત્રીસ રાત્રિદિવસનો એક માસ છે અને બાર માસનું એક વર્ષ છે. ઇત્યાદિ જાણવું.
હવે પ્રથમ જ લોકાકાશનું સ્વરૂપ કહે છે :सव्वायासमणंतं तस्स य बहुमज्झसंट्ठिओ लोओ। सो केण वि णेव कओ ण य धरिओ हरिहरादीहिं।। ११५ ।। सर्वाकाशमनन्तं तस्य च बहुमध्यसंस्थितः लोकः। सः केन अपि नैव कृतः न च धृतः हरिहरादिभिः।। ११५ ।।
અર્થ:- આકાશદ્રવ્યનો ક્ષેત્ર-પ્રદેશ અનંત છે. તેના અતિ મધ્યદેશમાં અર્થાત્ વચ્ચોવચ્ચેના ક્ષેત્રમાં રહે છે તે લોક છે. તે (લોક) કોઈએ કર્યો નથી તથા કોઈ હરિહરાદિએ ધારેલો વા રાખેલો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[ ૭૩ ભાવાર્થ- અન્યમતમાં ઘણા કહે છે કે “લોકની રચના બ્રહ્મા કરે છે, નારાયણ રક્ષા કરે છે, શિવ સંહાર કરે છે; કાચબાએ વા શેષનાગે તેને ધારણ કર્યો છે, પ્રલય થાય છે ત્યારે સર્વ શૂન્ય થઈ જાય છે અને બ્રહ્મની સત્તા માત્ર રહી જાય છે તથા એ બ્રહ્મની સત્તામાંથી (ફરીથી) સૃષ્ટિની રચના થાય છે.”- ઇત્યાદિ અનેક કલ્પિત વાતો કહે છે. તે સર્વનો નિષેધ આ સૂત્રથી જાણવો. આ લોક કોઈ એ કરેલો નથી, કોઈએ (પોતાના ઉપર) ધારણ કરેલો નથી તથા કોઈથી નાશ પામતો નથી, જેવો છે તેવો જ શ્રી સર્વ દીઠો છે અને તે જ વસ્તુ સ્વરૂપ છે.
હવે આ લોકમાં શું છે? તે કહે છે :अप्णोण्णपवेसेण य दव्वाणं अच्छणं भवे लोओ। दव्वाण णिच्चतो लोयस्स वि मुणह णिचतं।। ११६ ।। अन्योन्यप्रवेशेन च द्रव्याणां आसनं भवेत् लोकः। द्रव्याणां नित्यत्वात् लोकस्य अपि जानीहि नित्यत्वम्।। ११६ ।।
અર્થ:- જીવાદિ દ્રવ્યોના પરસ્પર એકક્ષેત્રાવગાહરૂપ પ્રવેશ અર્થાત્ મેળાપરૂપ અવસ્થાન છે તે લોક છે. જે દ્રવ્યો છે તે નિત્ય છે તેથી લોક પણ નિત્ય છે એમ જાણો.
ભાવાર્થ:- છ દ્રવ્યોનો સમુદાય છે તે લોક છે, તે (એ) દ્રવ્યો નિત્ય છે તેથી લોક પણ નિત્ય જ છે.
હવે કોઈ તર્ક કરે કે જો તે નિત્ય છે તો આ ઊપજે-વિનશે છે તે કોણ છે? તેના સમાધાનરૂપ સૂત્ર કહે છે :परिणामसहावादो पडिसमयं परिणमंति दव्वाणि। तेसिं परिणामादो लोयस्स वि मुणह परिणामं ।। ११७ ।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા परिणामस्वभावात् प्रतिसमयं परिणमन्ति द्रव्याणि। तेषां परिणामात् लोकस्य अपि जानीहि परिणामम्।। ११७ ।।
અર્થ:- આ લોકમાં છએ દ્રવ્યો છે તે પરિણામસ્વભાવી છે તેથી તેઓ સમયે સમયે પરિણમે છે; તેમના પરિણમવાથી લોકના પણ પરિણામ જાણો.
- દ્રવ્યો છે તે પરિણામી છે અને દ્રવ્યોનો સમુદાય છે તે લોક છે; તેથી દ્રવ્યોના પરિણામ છે તે જ લોકના પણ પરિણામ થયા. અહીં કોઈ પૂછે કે-પરિણામ એટલે શું? તેનો ઉત્તર :- પરિણામ નામ પર્યાયનું છે; જે દ્રવ્ય એક અવસ્થારૂપ હતું તે પલટાઈ અન્ય અવસ્થારૂપ થયું (તે જ પરિણામ વા પર્યાય છે). જેમ માટી પિંડઅવસ્થારૂપ હતી, તે જ પલટાઈને ઘટ બન્યો. એ પ્રમાણે પરિણામનું સ્વરૂપ જાણવું. અહીં લોકનો આકાર તો નિત્ય છે તથા દ્રવ્યોની પર્યાય પલટાય છે; એ અપેક્ષાએ પરિણામ કહીએ છીએ.
- હવે લોકનો આકાર તો નિત્ય છે-એમ ધારી તેના વ્યાસાદિ (માપ) કહે છે :
सत्तेक्क-पंच-इक्का: मूले मज्झे तहेव बंभंते। लोयंते रज्जूओ पुव्वावरदो य वित्थारो।। ११८ ।। સપ્ત-:-પંઘ-1: મૂને મધ્યે તથૈવ બ્રહ્માન્તો लोकान्ते रज्जव: पूर्वापरतः च विस्तारः।।११८ ।।
અર્થ - લોકનો નીચે મૂળમાં પૂર્વ-પશ્ચિમ તો સાત રાજા વિસ્તાર છે, મધ્યમાં એક રાજા વિસ્તાર છે, ઉપર બ્રહ્મસ્વર્ગના અંતમાં પાંચ રાજા વિસ્તાર છે તથા લોકના અંતમાં એક રાજાનો વિસ્તાર છે.
ભાવાર્થ- આ લોક નીચલા ભાગમાં પૂર્વ-પશ્ચિમદિશામાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[ ૭૫ સાત રાજુ પહોળો છે, ત્યાંથી અનુક્રમે ઘટતો ઘટતો મધ્યલોકમાં એક રાજા રહે છે, પછી ઉપર અનુક્રમે વધતો વધતો બ્રહ્મસ્વર્ગના અંતમાં પાંચ રાજુ પહોળો થાય છે, પછી ઘટતો ઘટતો અંતમાં એક રાજી રહે છે, એ પ્રમાણે થતાં દોઢ મૃદંગ ઉભાં મૂકીએ તેવો આકાર થાય છે.
હવે દક્ષિણ-ઉત્તર વિસ્તાર વા ઉંચાઈ કહે છે :दक्खिण-उत्तरदो पुण सत्त वि रज्जू हवंति सव्वत्थ। उड्ढो चउदस रज्जू सत्त वि रज्जू घणो लोओ।। ११९ ।।
दक्षिणोत्तरतः पुनः सप्त अपि रज्जवः भवन्ति सर्वत्र। ऊर्ध्व चतुर्दश रज्जवः सप्त अपि रज्जव: घनः लोकः।। ११९ ।।
અર્થ:- દક્ષિણ-ઉત્તર દિશામાં સર્વત્ર આ લોકનો વિસ્તાર સાત રાજા છે, ઉંચાઈ ચૌદ રાજા છે તથા સાત રાજુનું ઘનપ્રમાણ છે.
ભાવાર્થ- દક્ષિણ-ઉત્તર સર્વત્ર સાત રાજા પહોળો અને ચૌદ રાજુ ઉંચાઈમાં છે એવા લોકનું ઘનફળ કરવામાં આવે ત્યારે તે ૩૪૩ ઘનરાજા થાય છે. એક રાજા પહોળાઈ, એક રાજા લંબાઈ તથા એક રાજાની ઉંચાઈવાળા સમાન ક્ષેત્રખંડને ઘનફળ કહેવામાં આવે છે.
હવે ત્રણ લોકની ઉંચાઈના વિભાગ કહે છે :मेरुस्स हिट्ठभाए सत्त वि रज्जू हवेइ अहलोओ। उड्डम्हि उड्ढलोओ मेरुसमो मज्झिमो लोओ।। १२०।। मेरो: अधोभागे सप्त अपि रज्जव: भवति अधोलोकः। ऊचे ऊर्ध्वलोक: मेरुसमः मध्यम: लोकः।। १२० ।।
અર્થ:- મેના નીચેના ભાગમાં સાત રાજા અધોલોક છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
ઉપર સાત રાજુ ઊર્ધ્વલોક છે અને વચ્ચે મેરુ સમાન લાખ યોજનનો મધ્યલોક છે. એ પ્રમાણે ત્રણ લોકનો વિભાગ જાણવો.
હવે ‘લોક’ શબ્દનો અર્થ કહે છે :
दीसंति जत्थ अत्था जीवादीया स भण्णदे लोओ। तस्स सिहरम्मि सिद्धा अंतविहीणा विरायंते ।। १२१ ।। दृश्यन्ते यत्र अर्था: जीवादिकाः स भण्यते लोकः । तस्य शिखरे सिद्धा: अन्तविहीनाः विराजन्ते ।। १२१ ।।
અર્થ:- જ્યાં જીવાદિક પદાર્થ જોવામાં આવે છે તેને લોક કહે છે; તેના શિખર ઉપર અનંત સિદ્ધો બિરાજે છે.
ભાવાર્થ:- વ્યાકરણમાં દર્શનના અર્થમાં ‘તુર્દૂ’ નામનો ધાતુ છે; તેના આશ્રયાર્થમાં અકાર પ્રત્યયથી ‘લોક’ શબ્દ નીપજે છે. તેથી જેમાં જીવાદિક દ્રવ્યો જોવામાં આવે તેને ‘લોક' કહેવામાં આવે છે. તેના ઉ૫૨ અંત( ભાગ )માં કર્મરહિત અને અનંત ગુણસહિત અવિનાશી અનંત શુદ્ધ જીવ બિરાજે છે.
હવે, આ લોકમાં જીવાદિક છ દ્રવ્ય છે તેનું વર્ણન કરે છે. ત્યાં પ્રથમ જ જીવદ્રવ્ય વિષે કહે છે :
एइंदिएहिं भरिदो पंचपयारेहिं सव्वदो लोओ। तसणाडीए वि तसा ण बाहिरा ' होंति सव्वत्थ ।। १२२ ।।
एकेन्द्रियैः भृतः पंचप्रकारैः सर्वतः लोकः ।
त्रसनाडयां अपि त्रसा न बाह्याः भवन्ति सर्वत्र ।। १२२ ।।
અર્થ:- આ લોક પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિ-એ પાંચ પ્રકારની કાયાના ધારક એવા જે એકેન્દ્રિય જીવો
.
૧ વાયરા' એવો પણ પાઠ છે. તેનો એવો અર્થ છે કે સર્વ લોકમાં પૃથ્વીકાયાદિક સ્થૂલ તથા ત્રસ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[ ૭૭ તેનાથી સર્વત્ર ભરેલો છે; વળી ત્રસ જીવો ત્રસનાડીમાં જ છે બહાર નથી.
ભાવાર્થ:- સમાન પરિણામની અપેક્ષાએ ઉપયોગ લક્ષણવાન જીવદ્રવ્ય સામાન્યપણે એક છે તોપણ વસ્તુ ( જીવો ) ભિન્નપ્રદેશપણાથી પોતપોતાના સ્વરૂપ સહિત જુદી જુદી અનંત છે. તેમાં જે એકેન્દ્રિય છે તે તો સર્વલોકમાં છે તથા બેઇદ્રિય, ત્રણઇન્દ્રિય, ચારદ્રિય અને પંચેન્દ્રિય ત્રસજીવો છે તે ત્રસનાડીમાં જ છે.
હવે બાદર–સૂક્ષ્માદિ ભેદ કહે છે :
पुण्णा वि अपुण्णा वि य थूला जीवा हवंति साहारा । छविहसुहुमा जीवा लोयायासे वि सव्वत्थ ।। १२३ ।। पूर्णाः अपि अपूर्णाः अपि च स्थूलाः जीवाः भवन्ति साधाराः । षड्विधसूक्ष्मा: जीवाः लोकाकाशे अपि
સર્વત્ર।।૨૩।।
અર્થ:- જે જીવ આધા૨ સહિત છે તે તો સ્થૂલ એટલે બાદર છે, અને તે પર્યાપ્ત છે તથા અપર્યાસ પણ છે; તથા જે લોકાકાશમાં સર્વત્ર અન્ય આધાર રહિત છે તે જીવ સૂક્ષ્મ છે. તેના છ પ્રકાર છે.
હવે બાદર તથા સૂક્ષ્મ કોણ કોણ છે તે કહે છે :
पुढवीजलग्गिवाऊ चत्तारि वि होंति बायरा सुहुमा । साहारणपत्तेया वणफदी पंचमा યુવિજ્ઞ।।। ૧૨૪।।
पृथ्वीजलाग्निवायवः चत्वारः अपि भवन्ति बादराः सूक्ष्माः । साधारणप्रत्येकाः वनस्पतयः पंचमा: દ્વિવિધા: ૬૨૪ ।।
અર્થ:- પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ ચાર તો બાદર પણ છે તથા સૂક્ષ્મ પણ છે, તથા પાંચમી વનસ્પતિ છે તે પ્રત્યેક અને સાધારણ-એવા ભેદથી બે પ્રકારની છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા હવે સાધારણ અને પ્રત્યેકના સૂક્ષ્મપણાને કહે છે :साहारणा वि दुविहा अणाइकाला य साइकाला य। ते वि य बादरसुहुमा सेसा पुण बायरा सव्वे ।। १२५ ।। साधारणाः अपि द्विविधाः अनादिकालाः च सादिकालाः च। ते अपि च बादरसूक्ष्माः शेषाः पुन: बादरा: सर्वे।। १२५ ।।
અર્થ- સાધારણ જીવો બે પ્રકારના છે : અનાદિકાલીન એટલે નિત્યનિગોદ તથા સાદિકાલીન એટલે ઇતરનિગોદ. એ બંને બાદર પણ છે તથા સૂક્ષ્મ પણ છે. બાકીના પ્રત્યેક વનસ્પતિના અને ત્રસના એ બધા બાદર જ છે.
ભાવાર્થ- પૂર્વે કહેલા જે છ પ્રકારના સૂક્ષ્મ જીવો છે તે પૃથ્વી, જળ, તેજ અને વાયુ તો પહેલી ગાથામાં કહ્યા, તથા નિત્યનિગોદ અને ઇતરનિગોદ એ બંને-એ પ્રમાણે છે પ્રકારના તો સૂક્ષ્મ જાણવા. વળી છ પ્રકાર એ કહ્યા, (તે સિવાય) બાકીના રહ્યા તે સર્વ બાદર જાણવા.
હવે સાધારણનું સ્વરૂપ કહે છે :साहारणाणि जेसिं आहारुस्सासकायआऊणि। ते साहारणजीवा णताणंतप्पमाणाणं ।। १२६ ।। साधारणानि येषां आहारोच्छ्वासकायआयूंषि। ते साधारणजीवाः अनन्तानन्तप्रमाणानाम् ।।१२६ ।।
અર્થ:- જે અનંતાનંત પ્રમાણ જીવોને આહાર, ઉચ્છવાસ, કાય અને આયુ સાધારણ એટલે સમાન છે તે બધા સાધારણ જીવ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[ ૭૯
વળી ગોમ્મટસા૨માં કહ્યું છે કે
*
' जत्थेक्कु मरदि जीवो तत्थ दु मरणं हवे अनंताणं । चंकमइ जत्थ एक्को चंकमणं तत्थ णंताणं ।।' ( ગોમ્મટ૰ જીવ૦ ગા૦ ૧૯૩) यत्र एकः म्रियते जीवः तत्र तु मरणं भवेत् अनन्तानाम्। चंक्रमति यत्र एक: चंक्रमणं तत्र अनन्तानाम्॥
અર્થ:- જ્યાં એક સાધારણ નિગોદજીવ ઊપજે ત્યાં તેની સાથે જ અનંતાનંત ઊપજે તથા એક નિગોદજીવ મરે ત્યાં તેની સાથે જ અનંતાનંત સમાનઆયુવાળા મરે છે.
ભાવાર્થ:- એક જીવ જે આહાર કરે તે જ અનંતાનંત જીવોનો આહાર, એક જીવ શ્વાસોચ્છ્વાસ લે તે જ અનંતાનંત જીવોનો શ્વાસોચ્છવાસ, એક જીવનું શરીર તે જ અનંતાનંત જીવોનું શરીર તથા એક જીવનું આયુષ તે જ અનંતાનંત જીવોનું આયુષ. એ પ્રમાણે સર્વ સમાન છે તેથી તેમનું સાધારણ નામ જાણવું.
હવે સૂક્ષ્મ અને બાદરનું સ્વરૂપ કહે છે :
ण य जेसिं पडिखलणं पुढवीतोएहिं अग्गिवाएहिं । ते जाण सुहुमकाया इयरा पुण थूलकाया य ।। १२७ ।। न च येषां प्रतिस्खलनं पृथ्वीतोयाभ्याम् अग्निवाताभ्याम् । ते जानीहि सूक्ष्मकायाः इतरे पुनः स्थूलकायाः च ।। १२७ ।।
અર્થ:- જે જીવો પૃથ્વી, જળ, અગ્નિ અને પવનથી રોકાતા નથી તે જીવોને સૂક્ષ્મ જાણવા તથા જે તેમનાથી રોકાય છે તેઓને બાદર જાણવા. હવે, પ્રત્યેકનું ને ત્રસનું સ્વરૂપ કહે છે :
पत्तेया वि यदुविहा णिगोदसहिदा तहेव रहिया य । दुविहा होंति तसा वि य बितिचउरक्खा तहेव पंचक्खा ।। १२८ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૦]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા प्रत्येकाः अपि च द्विविधाः निगोदसहिताः तथैव रहिताः च। द्विविधाः भवन्ति त्रसाः अपि च द्वित्रिचतुरक्षाः तथैव ञ्चाक्षाः।।१२८ ।।
અર્થ:- પ્રત્યેક વનસ્પતિ પણ બે પ્રકારની છે. તે નિગોદ સહિત છે તથા નિગોદ રહિત પણ છે. વળી ત્રસ પણ બે પ્રકારના છે. બે ઈદ્રિય, ત્રણ ઇંદ્રિય તથા ચાર ઇંદ્રિય એ ત્રણ તો વિકલત્રય (ત્રણ) તથા એ જ પ્રમાણે પંચેન્દ્રિય (ત્રણ) છે.
ભાવાર્થ- જે વનસ્પતિના આશ્રયે નિગોદ હોય તે તો સાધારણ છે તેને સપ્રતિષ્ઠિત પણ કહેવામાં આવે છે; તથા જેના આશ્રયે નિગોદ નથી તેને પ્રત્યેક જ કહેવામાં આવે છે અને એને જ અપ્રતિષ્ઠિત પણ કહેવામાં આવે છે. વળી બેઇઢિયાદિકને ત્રસ કહેવામાં આવે છે.
ગોમ્મસારમાં કહ્યું છે કે
१ मूलग्गपोरबीजा कंदा तह खंदबीज बीजरुहा। सम्मुच्छिमा य भणिया पत्तेयाणंतकाया य।।
ગો. જી. ગા૧૮૫ मूलाग्रपर्वबीजाः कन्दाः तथा स्कन्धबीजा: बीजरुहाः।
सम्मूर्च्छना च भणिता: प्रत्येका: अनन्तकाया: च।। અર્થ- જે વનસ્પતિ મૂળ, અગ્ર, પર્વ, કંદ, સ્કંધ તથા બીજથી ઉત્પન્ન થાય છે તથા
જે સંપૂર્ઝન છે તે વનસ્પતિઓ સપ્રતિષ્ઠિત તથા અપ્રતિષ્ઠિત બંને પ્રકારની
હોય છે. ભાવાર્થ- ઘણીખરી વનસ્પતિઓ મૂળથી ઉત્પન્ન થાય છે, જેમ કે અદરક-હળદી
વગેરે વગેરે. કોઈ વનસ્પતિ અગ્રભાગથી ઉત્પન્ન થાય છે, જેમ કે ગુલાબ. કોઈ વનસ્પતિની ઉત્પત્તિ પર્વથી થાય છે, જેમ કે ઇક્ષુ-વંત આદિ. કોઈ વનસ્પતિ કંદથી ઉત્પન્ન થાય છે, જેમ કે સૂરણ વગેરે. કોઈ વનસ્પતિ સ્કંધથી ઉત્પન્ન થાય છે; જેમ કે ઢાક વગેરે. ઘણીખરી વનસ્પતિ બીજથી ઉત્પન્ન થાય છે; જેમ કે ચણા-ઘઉં વગેરે. કોઈ વનસ્પતિ પૃથ્વી-જળ આદિના સંબંધથી ઉત્પન્ન થઈ જાય છે અને તે સંપૂર્ઝન છે; જેમ કે ઘાસ વગેરે. આ બધી વનસ્પતિ સપ્રતિષ્ઠિત તથા અપ્રતિષ્ઠિત બંને પ્રકારની હોય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
सोनुप्रेक्षu]
[८१ હવે પંચેન્દ્રિયોના ભેદ કહે છે :पंचक्खा वि य तिविहा जलथलआयासगामिणो तिरिया। पत्तेयं ते दुविहा मणेण जुत्ता अजुत्ता य।।१२९ ।। पञ्चाक्षाः अपि च त्रिविधाः जलस्थलआकाशगामिनः तिर्यञ्चः। प्रत्येकं ते द्विविधा मनसा युक्ता: अयुक्ता: च।। १२९ ।।
गूढसिरसंधिपव्वं समभंगमहीरुहं च छिण्णरुहं। साहारणं सरीरं तव्विवरीयं च पत्तेयं ।।
(गो. ७. २॥. १८६) गूढशिरासन्धिपर्वं समभंगमहीरुहं च छिन्नरुहं।
साधारणं शरीरं तद्विपरीतं च प्रत्येकम्।। અર્થ- જે વનસ્પતિઓની શીરા, સંધી, પર્વ પ્રગટ ન હોય, જેનો ભંગ કરતાં
સમાન ભંગ થાય, જેમાં તંતુ ઉત્પન્ન ન થયા હોય તથા જેને કાપતાં પાછી વધી જાય તે સપ્રતિષ્ઠિત વનસ્પતિ છે; તેનાથી ઉલટા પ્રકારની હોય તે બધી અપ્રતિષ્ઠિત સમજવી.
मूले कंदे छल्ली पवाल सालदलकुसुमफलबीजे। समभंगे सदि णंता असमे सदि होंति पत्तेया।।
(ो. ®. u. १८७) मूले कन्दे त्वक्प्रवाले शालादलकुसुमफलबीजे।
समभंगे सति अनन्ताः असमे सति भवन्ति प्रत्येकाः।। सर्थ:-४ वनस्पतियोन भूग (१६२-माद वगेरे.), ६ (सू२५॥ह), छाल,
નવી કુંપલ, નસ, ફૂલ, ફળ તથા બીજ તોડતાં બરાબર સમભંગે તૂટી જાય તે સપ્રતિષ્ઠિત પ્રત્યેક છે તથા જે બરાબર સમભંગે ન તૂટે તે અપ્રતિષ્ઠિત પ્રત્યેક છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા અર્થ:- જળચર, સ્થળચર અને નભચર એ પ્રમાણે પંચેન્દ્રિયતિર્યંચના ત્રણ પ્રકાર છે. વળી તેમાં કોઈ મન સહિત સંજ્ઞી પણ છે તથા કોઈ મન રહિત અસંજ્ઞી પણ છે.
તેના ભેદ કહે છે :ते वि पुणो वि य दुविहा गब्भजजम्मा तहेव संमुच्छा। भोगभुवा गब्भभुवा थलयरणहगामिणो सण्णी।। १३०।। ते अपि पुनः अपि च द्विविधाः गर्भजजन्मानः तथैव संमूर्च्छनाः। भोगभुवः गर्भभुवः स्थलचरनभोगामिनः संज्ञिनः।। १३०।।
અર્થ - એ છ પ્રકારના તિર્યંચ તે ગર્ભજ પણ છે તથા સમૂર્ઝન પણ છે. તેમાં જે ભોગભૂમિના તિર્યંચ છે તે થલચર તથા નભચર જ છે પણ જળચર નથી; અને તેઓ સંજ્ઞી જ છે પણ અસંજ્ઞી નથી.
હવે અઠ્ઠાણું (૯૮) જીવસમાસ તથા તિર્યંચોના પંચાશી (૮૫) ભેદો કહે છે :अट्ठ वि गब्भज दुविहा तिविहा संमुच्छिणो वि तेवीसा। इदि पणसीदी भेया सव्वेसिं होंति तिरियाणं ।। १३१ ।।
कंदस्स व मूलस्स व साखाखंधस्स वा वि बहुलतरी। छल्ली सा णंतजिया पत्तेयजिया तु तणुकदरी।।
(ગો. જી. ગા. ૧૮૮) कन्दस्य वा मूलस्य वा शाखास्कन्धस्य वा अपि बहुलतरी।
त्वक् सा अनन्तजीवा प्रत्येकजीवा तु तनुकतरी।। અર્થ:- જે વનસ્પતિઓનાં કંદ, મૂળ, પાતળી ડાળી તથા સ્કંધની છાલ જાડી હોય તેને સપ્રતિષ્ઠિતપ્રત્યેક (અનંત જીવોનું સ્થાન) સમજવી તથા જેની છાલ પાતળી હોય તેને અપ્રતિષ્ઠિત પ્રત્યેક જાણવી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૮૩ अष्टौ अपि गर्भजाः द्विविधाः त्रिविधाः सम्मूर्च्छनाः अपि त्रयोविंशतिः। इति पंचाशीतिः भेदाः सर्वेषां भवन्ति तिरश्चाम्।। १३१ ।।
અર્થ- સર્વ તિર્યંચોના પંચાશી (૮૫) ભેદ છે. ત્યાં ગર્ભજના આઠ છે, તે પર્યાપ્તઅપર્યાયથી સોળ (૧૬) ભેદ થયા, અને સમૂર્ચ્યુનના તેવીસ ભેદ છે તે પર્યાપ્ત, અપર્યાય અને લધ્યપર્યાયથી (ગુણતાં) અગણોતેર (૬૯) ભેદ થયા. એ પ્રમાણે સર્વ મળી પંચાશી (૮૫) ભેદ છે.
ભાવાર્થ:- પૂર્વે કહેલા કર્મભૂમિના ગર્ભજોના જલચર, થલચર અને નભચર (જીવો) છે; તેના સંજ્ઞી, અસંગી ભેદથી છે ભેદ થયા. વળી ભોગભૂમિના થલચરસંજ્ઞી તથા નભચરસંક્ષી એ આઠે ભેદ પર્યાય અને અપર્યાપ્ત ભેદથી સોળ ભેદ થયા; સમૂચ્છનના પૃથ્વી, અપ, તેજ, વાયુ, નિત્યનિગોદ, ઇતરનિગોદ અને દરેકના સૂક્ષ્મ તેમજ બાદર મળી બાર (૧૨) ભેદ તથા વનસ્પતિના સપ્રતિષ્ટિત અને અપ્રતિષ્ઠિત એ બંને મળી ૧૪ ચૌદ તો એકેન્દ્રિયના ભેદ થયા, વિકલત્રયના ત્રણ અને કર્મભૂમિના પંચેન્દ્રિયોના સંજ્ઞિજલચર, અસંજિલચર, સંજ્ઞિથલચર, અસંજ્ઞિથલચર, સંશિનભચર તથા અસંશિનભચર એ છ ભેદ, એ પ્રમાણે બધા મળી તેવીસ ભેદ થયા, તે બધા પર્યાય, અપર્યાય અને લધ્યપર્યાય ભેદે કરી ગણતાં (૬૯) અગણોતેર ભેદ થયા. એ પ્રમાણે પ્રથમના સોળ અને આ અગણોતેર મળી પંચાશી (૮૫ )–ભેદ થયા.
હવે મનુષ્યના ભેદ કહે છે :अज्जवमिलेच्छखंडे भोगमहीसु वि कुभोगभूमीसु। मणुया हवंति दुविहा णिव्वित्तिअपुण्णगा पुण्णा।। १३२।। आर्यम्लेच्छखण्डेषु भोगमहीषु अपि कुभोगभूमिषु। मनुजा: भवन्ति द्विविधाः निर्वृत्त्यपर्याप्ताः पूर्णपर्याप्ताश्च ।। १३२।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪]
| [સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા અર્થ- આર્યખંડમાં, મ્લેચ્છખંડમાં, ભોગભૂમિમાં તથા કુભોગભૂમિમાં મનુષ્ય છે. તે ચારે (પ્રકારના) મનુષ્યોના પર્યાય તથા નિવૃત્તિ-અપર્યાતથી આઠ પ્રકાર થયા. संमुच्छिणा मणुस्सा अज्जवखंडेसु होंति णियमेण। ते पुण लद्धिअपुण्णा णारयदेवा वि ते दुविहा।। १३३।। सम्मूर्च्छनाः मनुष्याः आर्यखण्डेषु भवन्ति नियमेन। ते पुनः लब्धिअपूर्णा: नारकदेवाः अपि ते द्विविधाः।। १३३।।
અર્થ- સમૂર્ઝનમનુષ્ય નિયમથી આર્યખંડમાં જ હોય અને તે લધ્યપર્યાપ્તક જ હોય છે. વળી નારકી તથા દેવના, પર્યાપ્ત અને નિવૃજ્યપર્યાતના ભેદથી, ચાર પ્રકાર છે. એ પ્રમાણે તિર્યંચના પંચાશી ભેદ, મનુષ્યના નવ ભેદ, નારકી તથા દેવના ચાર ભેદ એમ બંધાય મળી અઠ્ઠાણું ભેદ થયા. ઘણાને સમાનતાથી ભેગા કરી–સંક્ષેપતાથી સંગ્રહ કરી-કહેવામાં આવે તેને સમાસ કહે છે. અહીં ઘણા જીવોનો સંક્ષેપ કરીને કહેવું તેને જીવસમાસ જાણવો. એ પ્રમાણે જીવસમાસ
કહ્યા.
હવે પર્યાતિનું વર્ણન કરે છે :आहारसरीरिंदियणिस्सासुस्सासभासमणसाणं। परिणइवावारेसु य जाओ छ च्चेव सत्तीओ।। १३४ ।।
आहारशरीरेन्द्रियनिःश्वासोच्छवासभाषामनसाम्। परिणतिव्यापारेषु च याः षडेव शक्तयः।। १३४।।
અર્થ - આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મનના પરિણમનની પ્રવૃત્તિમાં જે સામર્થ્ય છે તેના છ પ્રકાર છે.
ભાવાર્થ- આત્માને યથાયોગ્ય કર્મનો ઉદય થતાં આહારાદિ ગ્રહણની શક્તિ હોવી તેને શક્તિરૂપ પર્યાસિ કહીએ છીએ. તેના છે પ્રકાર છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
सोनुप्रेक्षu]
[८५ હવે શક્તિનું કાર્ય કહે છે:तस्सेव कारणाणं पुग्गलखंधाण जा हु णिप्पत्ति।
सा पज्जत्ती भण्णदि छब्भेया जिणवरिंदेहिं।। १३५।। तस्याः एव कारणानां पुद्गलस्कन्धानां या स्फुटं निष्पत्तिः। सा पर्याप्ति: भण्यते षड्भेदाः जिनवरेन्द्रैः।। १३५ ।।
અર્થ- એ શક્તિની પ્રવૃત્તિની પૂર્ણતાના કારણરૂપ જે પુદ્ગલસ્કંધ છે તેની પ્રગટપણે નિષ્પત્તિ અર્થાત્ પૂર્ણતા હોવી તેની પર્યાસિ કહે છે એમ જિનેન્દ્રદેવે કહ્યું છે.
હવે પર્યાપ્ત અને નિવૃજ્યપર્યાસનો કાળ કહે છે:पज्जत्तिं गिणतो मणुज्जत्तिं ण जाव समणोदि। ता णिव्वत्तिअपुण्णो मणुपुण्णो भण्णदे पुण्णो।।१३६ ।।
पर्याप्तिं गृह्णन् मनःपर्याप्तिं न यावत् समाप्नोति। तावत् निर्वृत्त्वपर्याप्तक: मनःपूर्ण: भण्यते पूर्णः।। १३६ ।।
અર્થ - આ જીવ, પર્યાતિને ગ્રહણ કરતો થકો જ્યાં સુધી મનપર્યાતિને પૂર્ણ ન કરે ત્યાં સુધી તેને નિવૃત્યુપર્યાપ્ત કર્યું છે, અને જ્યારે મનપર્યામિ પૂર્ણ થાય છે ત્યારે તેને પર્યાપ્ત કહે છે.
१ त्तज्जस्स य उदये णियणियपज्जत्तिणिट्ठिदो होदि। जाव सरीरमपुण्णं णिव्वत्ति-अपुण्णगो ताव।।
(गो..॥. १२०) पर्याप्तस्स च उदये निजनिजपर्याप्तिनिष्ठितो भवति।
यावत् शरीरं अपूर्ण निर्वृत्त्यपूर्णकः तावत्।। અર્થ - પર્યામિ નામના નામકર્મના ઉદયથી જીવ પોતપોતાની પર્યાસિ બનાવે
છે. જ્યાં સુધી શરીરપર્યામિ પૂર્ણ થતી નથી. ત્યાં સુધી તેને નિવૃજ્યપર્યાપ્તક કહે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ ]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
ભાવાર્થ:- અહીં સંજ્ઞીપંચેન્દ્રિયજીવની અપેક્ષા લક્ષમાં લઈ આ પ્રમાણે કથન કર્યું છે; પરંતુ અન્ય ગ્રંથોમાં જ્યાં સુધી શ૨ી૨૫ર્યાસિ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે નિવૃત્ત્તપર્યાપ્ત છે. એ પ્રમાણે સર્વજીવઆશ્રિત કથન છે.
હવે લબ્યપર્યાસનું સ્વરૂપ કહે છેઃ
उस्सासद्वारसमे भागे जो मरदि ण य समाणेदि । एका वि य पज्जत्ती लद्धिअपुण्णो हवे सो दु । । ९३७ ।।
ભાવાર્થ:- પર્યાસિકર્મનો ઉદય હોવાથી શક્તિ અપેક્ષાએ તો પર્યાસ છે. પરંતુ નિવૃત્તિ (શ૨ી૨૫ર્યાસિ બનવી )ની અપેક્ષાએ પૂર્ણ નથી તેથી તે નિવૃત્ત્વપર્યાસ કહેવાય છે.
तिण्णसया छत्तीसा छावद्विसहस्सगाणि मरणाणि । अंतोमुहुत्तकाले तावदिया
चेव ઘુમવા।।
(ગો.જી.ગા. ૧૨૨ )
षट्त्रिंशताधिकषट्षष्ठिसहस्त्रकाणि मरणानि। अन्तर्मुहूर्त्तकाले तावन्तः च एव क्षुद्रभवाः।। અર્થ:- લબ્ધપર્યાપ્તક જીવને એક અંતર્મુહૂર્તમાં ૬૬૩૩૬ ક્ષુદ્રજન્મ થાય છે અને તેટલાં જ ક્ષુદ્રમરણ થાય છે. તે કેવી રીતે તે કહે છેઃ
सीदी सट्ठी तालं वियले चउवीस होंति पंचक्खे। छावद्धिं च सहस्सा सयं च बत्तीसमेयक्खे।। (ગો.જી.ગા. ૧૨૩) अशीतिः षष्ठिः चत्वारिंशत् विकले चतुर्विंशतिः भवन्ति पंचाक्षे । षट्षष्ठिः च सहस्त्राणि शतं च द्वात्रिंशत् एकाक्षे ।। અર્થ:- એક અંતર્મુહૂર્તકાળમાં બેઇન્દ્રિયલધ્યપર્યાસના ૮૦,
ત્રણઇન્દ્રિયલન્ધ્ય
પર્યાપ્તકના ૬૦, ચારઇન્દ્રિયલબ્યપર્યાપ્તકના ૪૦ તથા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૮૭
उच्छ्वासाष्टदशमे भागे यः म्रियते न च समाप्नोति। एकां अपि च पर्याप्तिं लब्ध्यपर्याप्तकः भवेत् स तु । । ९३७ ।।
અર્થ:- જે જીવ શ્વાસના અઢારમા ભાગમાં મરણ પામે, એક પણ પર્યાતિ પૂર્ણ ન કરે તે જીવને લધ્યપર્યાપ્ત કહે છે.
હવે એકેન્દ્રિયાદિ જીવોની પર્યાતિની સંખ્યા કહે છે:लद्धिअपुणे पुण्णं पज्जत्ती एयक्खवियलसण्णीणं । चदु-पण-छक्कं कमसो पज्जत्तीए वियाणेह ।। १३८ ।।
लब्ध्यपर्याप्त पूर्णं पर्याप्तिः एकाक्षविकलसंज्ञिनाम् । चतस्त्र पञ्च षट् क्रमशः पर्याप्तयः विजानीहि ।। १३८ ।।
અર્થ:- એકેન્દ્રિયની ચાર, વિલત્રયની પાંચ અને
૨૪ જન્મ-મરણ થાય
પંચેન્દ્રિયલન્ધ્યપર્યાપ્તકના અને એકેન્દ્રિયલન્ધ્યપર્યાસક જીવ એટલા જ સમયમાં ૬૬૧૩૨ જન્મ-મ૨ણ ક૨ે છે. એ પ્રમાણે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય તથા પંચેન્દ્રિયના સમસ્ત ભવોનો સરવાળો કરતાં ૬૬૩૩૬ ક્ષુદ્રભવ થાય છે.
पुढविदगागणिमारुदसाहारणथूलसुहुमपत्तेया। एदेसु अपुण्णेसु य एक्केक्के बार खं छक्कं।
(ગો. જી. ગા. ૧૨૪)
पृथ्वीदकाग्निमारुतसाधारणस्थूलसूक्ष्मप्रत्येकाः।
एतेषु अपूर्णेषु च एकैकस्मिन् द्वादश खं षट्कम् ॥
અર્થ:- પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ એ ચારના બાદર અને સૂક્ષ્મ ભેદે ગણતાં આઠ
ભેદ થયા તથા વનસ્પતિના બાદરસાધારણ, સૂક્ષ્મસાધારણ અને પ્રત્યેક એમ ત્રણ ભેદ છે. એમ એ અગિયાર પ્રકારના એકેન્દ્રિયજીવોમાં દરેક જીવને એક અંતર્મુહૂર્તમાં ૬૦૧૨ જન્મ-મરણ થાય છે. તેને ૧૧ ગુણતાં બધા એકેન્દ્રિયજીવોના ૬૬૧૩૨ ભવ થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #115
--------------------------------------------------------------------------
________________
૮૮ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા સંજ્ઞીપંચેન્દ્રિયની છે એ પ્રમાણે કમથી પર્યાતિ હોય છે; વળી લધ્યપર્યાપ્તક છે તે અપર્યાપ્તક છે, તેઓને પર્યામિ નથી.
ભાવાર્થ- એકેન્દ્રિયાદિકની ઉપર પ્રમાણે ક્રમથી પર્યાસિ કહી. અહીં અસંજ્ઞીનું નામ લીધું નથી. ત્યાં સંજ્ઞીને છે તથા અસંશીને પાંચ પર્યાતિ જાણવી. વળી નિવૃત્પર્યાય ગ્રહણ કરતાંની સાથે જ પૂર્ણ થશે તેથી (તેમની) જે સંખ્યા કહી છે તે જ છે અને લધ્યપર્યાય જોકે ગ્રહણ કરી છે તોપણ પૂર્ણ થઈ શકી નહિ તેથી તેને અપૂર્ણ કહ્યા એમ સૂચવે છે. એ પ્રમાણે પર્યાતિનું વર્ણન કર્યું.
હવે પ્રાણોનું વર્ણન કરે છે. ત્યાં પ્રાણનું સ્વરૂપ અને સંખ્યા કહે છે:मणवयणकायइंदियणिस्सासुस्सासआउ-उदयाणं। जेसिं जोए जम्मदि मरदि विओगम्मि ते वि दह पाणा।।१३९ ।। मनोवचनकायेन्द्रियनिःश्वासोच्छ्वासायुरुदयानाम्। येषां योगे जायते म्रियते वियोगे ते अपि दश प्राणाः।। १३९ ।।
અર્થ:- મન, વચન, કાય, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને આયુનો ઉદય એના સંયોગથી તો ઊપજે- જીવે તથા એના વિયોગથી મરે તેને પ્રાણ કહે છે, અને તે દશ છે.
ભાવાર્થ- “જીવ' એવો પ્રાણધારણ અર્થ છે. ત્યાં વ્યવહારનયથી દશ પ્રાણ છે. તેમાં, યથાયોગ્ય પ્રાણસહિત જે જીવે તેને જીવ' સંજ્ઞા છે.
હવે એકેન્દ્રિયાદિ જીવોનાં પ્રાણની સંખ્યા કહે છે:एयक्खे चदु पाणा बितिचउरिदिय-असण्णि- सण्णीणं। छह सत्त अट्ठ णवयं दह पुण्णाणं कमे पाणा।।१४०।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[ ૮૯ एकाक्षे चत्वारः प्राणा द्वित्रिचतुरिन्द्रियासंज्ञिसंज्ञिनाम्। षट् सप्त अष्ट नवकं दश पूर्णानां क्रमेण प्राणाः।। १४०।।
અર્થ- એકેન્દ્રિયને ચાર પ્રાણ છે, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય તથા સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાયજીવોને અનુક્રમે છ-સાત-આઠ-નવ-દશ પ્રાણ છે. આ પ્રાણ પર્યાયની અપેક્ષાએ કહ્યા છે.
હવે એ જ જીવોને અપર્યાપ્તદશામાં કેટલા પ્રાણ છે તે કહે છે:दुविहाणमपुण्णाणं इगिबितिचउरक्ख-अंतिमदुगाणं। तिय चउ पण छह सत्त य कमेण पाणा मुणेयव्वा।।१४१।। द्विविधानां अपूर्णानां एकद्वित्रिचतुरक्षान्तिमद्विकानां। त्रयः चत्वारः पञ्च षट् सप्त च क्रमेण प्राणा ज्ञातव्याः।। १४१ ।।
અર્થ:- બંને પ્રકારના અપર્યાપ્ત (નિવૃત્યપર્યાય તથા લધ્યપર્યાપક) જે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય,અસંજ્ઞિ તથા સંશિપંચેન્દ્રિયોને ત્રણ, ચાર, પાંચ, છ, સાત એ પ્રમાણે અનુક્રમે પ્રાણ હોય છે.
ભાવાર્થ- નિવૃત્ત્વપર્યાપ્ત તથા લધ્યપર્યાય એકેન્દ્રિયોને ત્રણ, બે ઇન્દ્રિયને ચાર, ત્રણ ઇન્દ્રિયને પાંચ, ચાર ઇન્દ્રિયને છે તથા અસશી-સંજ્ઞીપંચેન્દ્રિયને સાત એ પ્રમાણે પ્રાણ હોય છે.
હવે વિકલત્રયજીવોનું સ્થાન દર્શાવે છે:बितिचउरक्खा जीवा हवंति णियमेण कम्मभूमीसु। चरिमे दीवे अद्धे चरम-समुद्दे बि सव्वेसु।।१४२।।
द्वित्रिचतुरक्षाः जीवाः भवन्ति नियमेन कर्मभूमिषु। चरमे द्वीपे अर्द्ध चरमसमुद्रे अपि सर्वेषु।। १४२।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા અર્થ- બેઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય એ ત્રણ વિકલત્રય કહેવાય છે. તે જીવો નિયમથી કર્મભૂમિમાં, અંતના અર્ધા દ્વીપમાં અને અંતના આખા સમુદ્રમાં હોય છે, ભોગભૂમિમાં હોતા નથી.
ભાવાર્થ- પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહ એ કર્મભૂમિનાં ક્ષેત્રમાં તથા અંતના સ્વયંપ્રભદ્વીપની વચ્ચે સ્વયંપ્રભ પર્વત છે તે પર્વતની પાછળના અર્ધા સ્વયંપ્રભદ્વીપમાં તથા અંતના સ્વયંભૂરમણ નામના આખા સમુદ્રમાં આ વિકલત્રય જીવો છે, તેથી અન્ય જગ્યાએ નથી.
હવે અઢી દ્વીપની બહાર તિર્યંચો છે તેની વ્યવસ્થા હેમવતપર્વત માફક છે એમ કહે છે:माणुसखिंत्तस्स बहिं चरिमे दीवस्स अद्धयं जाव। सव्वत्थे वि तिरिच्छा हिमवदतिरिएहिं सारिच्छा।।१४३।। मनुष्यक्षेत्रस्य बहि: चरमे द्वीपस्य अर्द्धकं यावत्। सर्वत्र अपि तीर्यञ्च: हैमवततिर्यग्भिः सदृशाः।। १४३।।
અર્થ - મનુષ્યક્ષેત્રની બહાર-માનુષોત્તર પર્વતની પેલી બાજુથી અંતના સ્વયંપ્રભદ્વીપના અધ ભાગની આ બાજુ સુધીના વચ્ચેના સર્વ દ્વીપસમુદ્રનાં તિર્યંચો છે તે બધાં હૈમવત્ ક્ષેત્રનાં તિર્યંચો જેવાં છે.
ભાવાર્થ- હેમવક્ષેત્રમાં જઘન્યભોગભૂમિ છે. માનુષોત્તર પર્વતથી આગળના અસંખ્યાત દ્વીપ-સમુદ્ર તથા અર્ધા સ્વયંપ્રભ નામના છેલ્લા દ્વીપ સુધી સર્વ ઠેકાણે જઘન્યભોગભૂમિ જેવી રચના છે અને ત્યાંના તિર્યંચોના આયુષ્ય-કાય હેમવતક્ષેત્રનાં તિર્યંચો જેવાં છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા] .
[૯૧ હવે જલચરજીવોનાં સ્થાન કહે છે:लवणोए कालोए अंतिमजलहिम्मि जलयरा संति। सेससमुद्देसु पुणो ण जलयरा संति णियमेण ।।१४४ ।। लवणोदके कालोदके अन्तिमजलधौ जलचराः सन्ति। शेषसमुद्रेषु पुन: न जलचराः सन्ति नियमेन।।१४४।।
અર્થ:- લવણોદધિ સમુદ્રમાં, કાલોદધિ સમુદ્રમાં તથા અંતના સ્વયંભૂરમણ સમુદ્રમાં જલચરજીવો છે, બાકીના વચ્ચેના સમુદ્રોમાં નિયમથી જલચરજીવો નથી.
હવે દેવનાં સ્થાન કહે છે. ત્યાં પ્રથમ ભવનવાસી- વ્યંતરનાં સ્થાન કહે છે:
खरभायपंकभाए भावणदेवाण होंति भवणाणि। विंतरदेवाण तहा दुहृ पि य तिरियलोए वि।।१४५।। खरभागपङ्कभागयोः भावनदेवानां भवन्ति भवनानि। व्यन्तरदेवानां तथा द्वयोरमपि च तिर्यग्लोके अपि।।१४५।।
અર્થ - ખરભાગ અને પંકભાગમાં ભવનવાસીઓનાં ભવન તથા વ્યંતરદેવોના નિવાસ છે. વળી એ બંનેના તિર્યશ્લોકમાં પણ નિવાસ છે.
ભાવાર્થ- એક લાખ એંશી હજાર યોજન જાડી પહેલી રત્નપ્રભા પૃથ્વી છે, તેના ત્રણ ભાગમાં (પ્રથમના) સોલ હજાર યોજનપ્રમાણ ખરભાગમાં અસુરકુમાર સિવાય બાકીના નવ કુમારભવનવાસીઓનાં ભવન છે, તથા રાક્ષસકુલ વિના સાત કુલ વ્યંતરોના નિવાસ છે; તથા બીજા ચોરાશી હજાર યોજન પ્રમાણ પંકભાગમાં અસુરકુમાર ભવનવાસી તથા રાક્ષસકુલ વ્યંતરો વસે છે. વળી તિર્યશ્લોક અર્થાત્ મધ્યલોક અસંખ્યાત દ્વીપ-સમુદ્રપ્રમાણ છે; તેમાં પણ ભવનવાસીઓનાં ભવન અને વ્યંતરોનાં નિવાસ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८२]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા હવે જ્યોતિષી, કલ્પવાસી તથા નારકીઓના નિવાસ કહે છેजोइसियाण विमाणा रज्जूमित्ते वि तिरियलोए वि। कप्पसुरा उड्डम्हि य अहलोए होंति णेरइया।।१४६ ।। ज्योतिष्काणां विमानाः रज्जूमात्रे अपि तिर्यग्लोके अपि। कल्पसुरा: ऊर्ध्वं च अधोलोके भवन्ति नैरयिकाः।। १४६ ।।
અર્થ:- એક રાજુ પ્રમાણ તિર્યશ્લોકમાં અસંખ્યાત હીપ-સમુદ્ર છે તેના ઉપર જ્યોતિષીદેવોનાં વિમાન બિરાજે છે; કલ્પવાસી ઊર્ધ્વલોકમાં છે તથા નારકી અધોલોકમાં છે.
હવે જીવોની સંખ્યા કહે છે. ત્યાં પ્રથમ તેજ-વાયુકાયના જીવોની સંખ્યા કહે છે – बादरपज्जत्तिजुदा घणआवलिया- असंखभागा दु। किंचूणलोयमित्ता तेऊ बाऊ जहाकमसो।।१४७।। बादरपर्याप्तियुता: घनावलिका-असंख्यभागाः तु। किंञ्चिन्न्यूनलोकमात्राः तेजसः वायवः यथाक्रमशः।।१४७।।
અર્થ:- અગ્નિકાય અને વાયુકાયના બાદરપર્યામિ સહિત જીવ છે તે યથાનુક્રમ ઘનવલીના અસંખ્યાતમાં ભાગ તથા કંઈક ન્યૂન લોકપ્રદેશપ્રમાણ જાણવા.
ભાવાર્થ- અગ્નિકાયના જીવ ઘનઆવલીના અસંખ્યાતમાં ભાગ તથા વાયુકાયના કંઈક કમ લોકપ્રદેશપ્રમાણ છે.
હવે પૃથ્વી આદિની સંખ્યા કહે છે:पुढवीतोयसरीरा पत्तेया वि य पइट्ठिया इयरा। होंति असंखा सेढी पुण्णापुण्णा य तह य तसा।।१४८।। पृथ्वीतोयशरीरा: प्रत्येका: अपि च प्रतिष्ठिताः इतरे। भवन्ति असंख्यातश्रेणयः पर्याप्ता: अपर्याप्ताः च तथा च साः।।१४८।। Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[ ८३
अर्थ:- पृथ्वी अयि
जपाय,
प्रत्येऽवनस्पति अयि, સંપ્રતિષ્ઠિત વા અપ્રતિષ્ઠિત અને ત્રસ એ બધા પર્યાપ્ત-અપર્યાપ્ત જીવો છે તે જુદા જુદા અસંખ્યાત જગતશ્રેણિપ્રમાણ છે. बादरलद्धि अपुण्णा असंखलोया हवंति पत्तेया । तह य अपुण्णा सुहुमा पुण्णा वि य संखगुणगुणिया ।। १४९ ।। बादरलब्ध्यपर्याप्तकाः असंख्यातलोकाः भवन्ति प्रत्येकाः । तथा च अपूर्णाः सूक्ष्माः पूर्णाः अपि च संख्यातगुणगुणिताः।। १४९।।
અર્થ:- પ્રત્યેક વનસ્પતિકાય તથા બાદ લઘ્યપર્યાપ્તક જીવ છે તે અસંખ્યાતલોકપ્રમાણ છે, એ જ પ્રમાણે સૂક્ષ્મ અપર્યાપ્તક પણ અસંખ્યાતલોકપ્રમાણ છે અને સૂક્ષ્મપર્યાપ્તક જીવ છે તે સંખ્યાતગુણા છે.
सिद्धा संति अनंता सिद्धाहिंतो अनंतगुणगुणिया । होंति णिगोदा जीवा भागमणंतं अभव्वा य ।। १५० ।।
सिद्धाः सन्ति अनन्ताः सिद्धेभ्यः अनन्तगुणगुणिताः । भवन्ति निगोदा: जीवाः भागमनन्तं अभव्याः च ।। १५० ।।
અર્થ:- સિદ્ધજીવ અનંતા છે, સિદ્ધોથી અનંત ગુણા નિગોદજીવ છે તથા સિદ્ધોથી અનંતમા ભાગે અભવ્યજીવો છે.
सम्मुच्छिया हु मणुया सेढियसंखिज्जभागमित्ता हु। गब्भजमणुया सव्वे संखिज्जा होंति णियमेण ।। १५१ । । सम्मूर्छनाः स्फुटं मनुजाः श्रेणिअसंख्यातभागमात्राः स्फुटम् । गर्भजमनुजा: सर्वे संख्याताः भवन्ति नियमेन । । १५१ ।।
અર્થ:- સમ્પૂર્ણનમનુષ્ય, જગતશ્રેણિના અસંખ્યાતમા ભાગમાત્ર છે અને સર્વ ગર્ભજમનુષ્ય નિયમથી સંખ્યાતા જ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
હવે સાન્તર અને નિરન્તર (ના નિયમને ) કહે છે:देवाविणारया विय लद्धियपुण्णा हु संतरा होंति । सम्मुछिया वि मणुया सेसा सव्वे णिरंतरया।। १५२।। देवाः अपि नारकाः अपि च लब्ध्यपर्याप्ताः स्फुटं सान्तराः भवन्ति । सम्मूर्छनाः अपि मनुजाः शेषाः सर्वे निरन्तरकाः।।१५२।।
અર્થ:- દેવ, નારકી, લબ્ધપર્યાસક તથા સમૂર્છનમનુષ્ય એટલા તો સાન્તર એટલે અંતર સહિત છે, બાકીના સર્વ જીવો નિરંતર છે.
ભાવાર્થ:- એક પર્યાયથી અન્ય પર્યાય પામે, વળી પાછા ફરીથી તે ને તે જ પર્યાય પામે, એટલામાં વચ્ચે જે અન્તર રહે તેને સાન્તર ( અંતર સહિત ) કહેવામાં આવે છે. અહીં નાના જીવ અપેક્ષાએ અન્તર કહ્યું છે, અર્થાત્ દેવ, નારકી, મનુષ્ય અને લન્ધ્યપર્યાપ્તકજીવોની ઉત્પત્તિ કોઈ કાળમાં ન થાય તેને પણ અંતર કહે છે. તથા અંતર ન પડે તેને નિરંતર કહે છે. ત્યાં વૈક્રિયકમિશ્રકાયયોગી દેવ-નાકીનું તો બાર મુહૂર્તનું અંતર કહ્યું છે, અર્થાત્ કોઈ ન જ ઊપજે તો બાર મૂહુર્ત સુધી જ ન ઊપજે. વળી સમ્મેઈનમનુષ્ય કોઈ ન જ થાય તો પલ્યના અસંખ્યાતમા ભાગ કાળ સુધી જ ન થાય એ પ્રમાણે અન્ય ગ્રન્થોમાં કહ્યું છે. બાકીના સર્વ જીવ નિરંતર ઊપજે છે.
હવે જીવોની સંખ્યા દ્વારા અલ્પ-બહુત્વ કહે છેઃमणुयादो णेरइया णेरइयादो असंखगुणगुणिया । सव्वे हवंति देवा पत्तेयवणप्फदी तत्तो ।। १५३ ।। मनुजात् नैरयिकाः नैरयिकात् असंख्यातगुणगुणिताः। सर्वे देवाः प्रत्येकवनस्पतयः તત:।। ′3 ||
भवन्ति
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
सोनुप्रेक्षu]
[८५ અર્થ- મનુષ્યોથી નારકી અસંખ્યાતગુણા છે, નારકીઓથી બધા દેવ અસંખ્યાતગુણા છે અને દેવોથી પ્રત્યેકવનસ્પતિજીવ અસંખ્યાતગુણા છે. पंचक्खा चउरक्खा लद्धियपुण्णा तहेव तेयक्खा। वेयक्खा वि य कमसो विसेससहिदा हु सव्वसंखाए।। १५४ ।। पञ्चाक्षाः चतुरक्षाः लब्ध्यपर्याप्ता: तथैव त्र्यक्षाः। व्यक्षाः अपि च क्रमशः विशेषसहिताः स्फुटं सर्वसंख्यया।।१५४ ।।
અર્થ:- પંચેન્દ્રિયથી ચતુરિન્દ્રિય, ચતુરિન્દ્રિયથી ત્રીન્દ્રિય અને ત્રીન્દ્રિયથી બેઇન્દ્રિય-એ લધ્યપર્યાસકજીવ સંખ્યા દ્વારા અનુક્રમે વિશેષ અધિકાર છે. કંઈક અધિકને વિશેષાધિક કહે છે. चउरक्खा पंचक्खा वेयक्खा तह य जाण तेयक्खा। एदे पज्जत्तिजुदा अहिया अहिया कमेणेव।। १५५ ।।
चतुरक्षाः पंञ्चाक्षाः व्यक्षाः तथा च जानीहि त्र्यक्षाः। एते पर्याप्तियुताः अधिकाः अधिका क्रमेण एव।। १५५ ।।
અર્થ:- ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, બેઇન્દ્રિય તેવી જ રીતે ત્રણ ઇન્દ્રિય-એ પર્યામિ સહિત જીવો અનુક્રમથી અધિક અધિક છે એમ
. परिवज्जिय सुहुमाणं सेसतिरिक्खाण पुण्णदेहाणं। इक्को भागो होदि हु संखातीदा अपुण्णाणं ।। १५६ ।। परिवर्जयित्वा सूक्ष्माणां शेषतिरश्चां पूर्णदेहानाम्। एक: भागः भवति स्फुटं संख्यातीताः अपूर्णानाम्।।१५६ ।।
અર્થ- સૂક્ષ્મ જીવોને છોડી બાકીના જે તિર્યંચો છે તેમનો એક ભાગ તો પર્યાય છે તથા બહુભાગ અસંખ્યાત અપર્યાપ્ત છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८६]
[स्वामितियानुप्रेक्षा ભાવાર્થ- બાદર જીવોમાં પર્યાપ્ત થોડા છે અને અપર્યાપ્ત १॥ छ.
सुहुमापज्जत्ताणं एगो भागो हवेइ णियमेण। संखिजा खलु भागा तेसिं पजुत्तिदेहाणं।। १५७।। सूक्ष्मलब्ध्यपर्याप्तानां एकः भागः भवति नियमेन। संख्याताः खलु भागाः तेषां पर्याप्तदेहानाम्।। १५७ ।।
અર્થ- સૂક્ષ્મ-પર્યાપ્ત જીવો સંખ્યાતભાગ છે. તેમાં અપર્યાપકજીવો એક ભાગ પ્રમાણ છે.
ભાવાર્થ- સૂક્ષ્મ જીવોમાં પર્યાપ્ત ઘણા છે અને અપર્યાપ્ત थोडा छे.
संखिजुगुणा देवा अंतिमपडलादु आणदं जाव। तत्तो असंखगुणिदा सोहम्मं जाव पडिपडलं।। १५८ ।। संख्यातगुणाः देवाः अन्तिमपटलात् आनतं यावत्। ततः असंख्यातगुणा: सौधर्मं यावत् प्रतिपटलम्।। १५८ ।।
અર્થ:- અનુત્તરવિમાન નામના અંતિમ પટલથી માંડીને નીચેના આનતસ્વર્ગના પટલ સુધીમાં દેવ છે તે સંખ્યાતગુણા છે. અને તે પછીના નીચે સૌધર્મસ્વર્ગ સુધીમાં પટલ પટલ પ્રતિ અસંખ્યાતગુણા છે.
सत्तमणारयहिंतो असंख्यगुणिदा हवंति णेरइया। जाव य पढमं णरयं बहुदुक्खा होंति हेट्ठिट्ठा।। १५९ ।। सप्तमनारकेभ्यः असंख्यगुणिताः भवन्ति नैरयिकाः। यावच्च प्रथमं नरकं बहुदुःखा भवन्ति अधोऽधः।। १५९ ।।
અર્થ- સાતમા નરકથી ઉપર ઉપર પહેલા નરક સુધી જીવ અસંખ્યાત અસંખ્યાતગુણા છે અને પ્રથમ નરકથી માંડી નીચે નીચેના નરકમાં ઘણું દુ:ખ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[ ८७
कप्पसुरा भावणया विंतरदेवा तहेव जोइसिया । बे होंति असंखगुणा संखगुणा होंति जोइसिया ।। १६० ।।
कल्पसुराः भावनकाः व्यन्तरदेवाः तथैव ज्योतिष्काः । द्वौ भवतः असंख्यगुणौ संख्यातगुणाः भवन्ति ज्योतिष्काः ।। १६० ।।
અર્થ:- કલ્પવાસી દેવોથી ભવનવાસી દેવ અને વ્યંતર દેવ એ બંને રાશિ તો અસંખ્યાતગુણા છે તથા જ્યોતિષી દેવ વ્યંતર દેવોથી સંખ્યાતગુણા છે.
હવે એકેન્દ્રિયાદિ જીવોનાં ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ ગાથામાં दुहे छे:
पत्तेयाणं आऊ वाससहस्साणि दह हवे परमं । अंतोमुहुत्तमाऊ साहारणसव्वसुहुमाणं ।। १६१ । । प्रत्येकानां आयुः वर्षसहस्त्राणि दश भवेत् परमम् । अन्तर्मुहूर्तं आयुः साधारणसर्वसूक्ष्माणाम् ।। १६९ ।।
અર્થ:- પ્રત્યેક વનસ્પતિનું ઉત્કૃષ્ટ આયુ દસ હજાર વર્ષનું છે તથા સાધારણ સૂક્ષ્મ-બાદર, નિત્ય-ઇતનિગોદ અને બધાય સૂક્ષ્મ પૃથ્વી-અપ-તેજ-વાયુકાયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ અંતર્મુહૂર્તનું છે.
હવે બાદર જીવોનું ઉત્કૃષ્ટ આયુ કહે છેઃ
बावीससत्तसहसा पुढवीतोयाण आउसं होदि । अग्गीणं तिण्णि दिणा तिण्णि सहस्साणि वाऊणं ।। १६२।।
द्वाविंशतिसप्तसहस्त्राणि पृथ्वीतोयानां आयुष्कं भवति । अग्नीनां त्रीणि दिनानि त्रीणि सहस्त्राणि वायूनाम् ।। १६२।।
અર્થ:- પૃથ્વીકાયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ બાવીસ હજાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા વર્ષનું છે, અપ્રકાયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ સાત હજાર વર્ષનું છે, અગ્નિકાયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ ત્રણ દિવસનું છે તથા વાયુકાયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ ત્રણ હજાર વર્ષનું છે. - હવે બે ઇન્દ્રિય આદિનું ઉત્કૃષ્ટ આયુ કહે છે:बारसवास वियक्खे एगुणवण्णा दिणाणि तेयखे। चउरक्खे छम्मासा पंचक्खे तिण्णि पल्लाणि।। १६३ ।। द्वादशवर्षाणि व्यक्षे एकोनपंचाशत् दिनानि त्र्यक्षे। चतुरक्षे षण्मासा: पंचाक्षे त्रीणि पल्यानि।।१६३।।
અર્થ- બેઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુ બાર વર્ષનું છે, ત્રણઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુ ઓગણપચાસ (૪૯) દિવસનું છે, ચારઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુ છ મહિનાનું છે તથા પંચેન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુ ભોગભૂમિની અપેક્ષાએ ત્રણ પલ્યનું છે.
હવે બધાંય તિર્યંચ અને મનુષ્યોનું જઘન્ય આયુ કહે છે:सव्वजहणं आऊ लद्धियपुण्णाण सव्वजीवाणं। मज्झिमहीणमुहुत्तं पतिजुदाण णिक्किठें।। १६४।। सर्वजघन्यं आयुः लब्ध्यपर्याप्तानां सर्वजीवानाम्। मध्यमहीनमुहूर्तं पर्याप्तियुतानां निःकृष्टम्।। १६४।।
અર્થ- લધ્યપર્યાયક સર્વ જીવોનું જઘન્ય આયુ મધ્યમ હીનમુહૂર્ત છે અને તે ક્ષુદ્રભવમાત્ર જાણવું અર્થાત્ એક ઉચ્છવાસના અઢારમા ભાગમાત્ર છે વળી એકેન્દ્રિયાદિથી માંડીને કર્મભૂમિના તિર્યંચ-મનુષ્ય એ બધાય પર્યાપ્ત જીવોનું જઘન્ય આયુ પણ મધ્યમ હીનમુહૂર્ત છે અને તે પહેલાનાંથી મોટું મધ્યમ અંતર્મુહૂર્ત છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[ ૯૯
હવે દેવ-ના૨કીઓનું ઉત્કૃષ્ટ તેમ જ જઘન્ય આયુ કહે છેઃदेवाण णारयाणं सायरसंखा हवंति तेत्तीसा । उक्किद्वं च जहण्णं वासाणं दस सहस्साणि ।। १६५ ।।
देवानां नारकाणां सागरसंख्या भवन्ति त्रयस्त्रिंशत् । ઉત્કૃષ્ટ च जघन्यं वर्षाणां दशसहस्त्राणि ।। १६५ ।।
અર્થ:- દેવોનું તથા નારકી જીવોનું ઉત્કૃષ્ટ આયુ તેત્રીસ સાગરનું છે તથા તેમનું જઘન્ય આયુ દસ હજાર વર્ષનું છે.
ભાવાર્થ:- આ (આયુ) સામાન્ય દેવોની અપેક્ષાએ કહ્યું છે. વિશેષ ત્રિલોકસાર આદિ ગ્રન્થોથી જાણવું.
હવે એકેન્દ્રિય આદિ જીવોનાં શરીરની ઉત્કૃષ્ટ-જઘન્ય અવગાહના દસ ગાથામાં કહે છે:
अंगुलअसंखभागो एयक्खचउक्कदेहपरिमाणं। जोयणसहस्समहियं पउमं उक्कस्सयं जाण ।। १६६ ।।
अङ्गुलासंख्यातभागः एकाक्षचतुष्कदेहपरिमाणम् । योजनसहस्त्रं अधिकं पद्मं उत्कृष्टकं जानीहि ।। १६६ ।।
અર્થ:- એકેન્દ્રિયચતુષ્ક અર્થાત્ પૃથ્વી-અપ-તેજ-વાયુકાયના જીવોની અવગાહના જઘન્ય તથા ઉત્કૃષ્ટ ઘનઅંગુલના અસંખ્યાતમા ભાગ છે, ત્યાં સૂક્ષ્મ અને બાદર પર્યાસ-અપર્યાપ્તનું શરી૨ નાનું-મોટું છે તોપણ ઘનઅંગુલના અસંખ્યાતમાં ભાગ જ સામાન્યણે કહ્યું છે. વિશેષ શ્રી ગોમ્મટસારથી જાણવું. વળી અંગુલ ( નું માપ ) ઉત્સેધ અંગુલ-આઠ યવપ્રમાણ લેવું પણ પ્રમાણઅંગુલ ન લેવું. પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્કૃષ્ટ અવગાહનાયુક્ત કમળ છે. તેની અવગાહના કંઈક અધિક એક હજાર યોજન છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૦ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
बारसजोयण संखो कोसतियं गोब्भिया समुद्दिट्ठा । भमरो जोयणमेगं सहस्स सम्मुच्छिमो मच्छो ।। १६७ ।। द्वादशयोजनायामः संखः क्रोशत्रिकं ग्रैष्मिका समुद्दिष्टा । भ्रमरः योजनं एकं सहस्त्रं सम्मूच्छिमः मत्स्यः।। १६७।।
અર્થ:- બે ઇન્દ્રિયા શંખ મોટો છે, તેની ઉત્કૃષ્ટ અવગાહના બાર યોજન લાંબી છે; ત્રણઇન્દ્રિયમાં ગોભિકા અર્થાત્ કાનખજૂરો મોટો છે, તેની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ કોશ લાંબી છે; ચારઇન્દ્રિયમાં ભ્રમર મોટો છે, તેની ઉત્કૃષ્ટ અવગાહના એક યોજન લાંબી છે; તથા પંચેન્દ્રિયમાં સંમૂર્ચ્છન મચ્છુ મોટો છે, તેની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન લાંબી છે. આ જીવો છેલ્લા સ્વયંભૂરમણ દ્વીપ તથા સમુદ્રમાં
જાણવા.
હવે નારકીની ઉત્કૃષ્ટ અવગાહના કહે છેઃ
पंचसयाधणुछेहा सत्तमणरए हवंति णारइया । तत्तो उस्सेहेण य अद्धद्धा होंति उवरुवरिं ।। १६८ ।।
पश्चशतधनूत्सेधाः सप्तमनरके भवन्ति नारकाः। ततः उत्सेधेन च अर्धार्धाः भवन्ति उपर्युपरि ।। १६८ ।।
અર્થ:- સાતમા નરકમાં ના૨કી જીવોનો દેહ પાંચસો ધનુષ ઊંચો છે; તેના ઉ૫૨ દેહની ઊંચાઈ અડધી અડધી છે અર્થાત્ છઠ્ઠામાં બસો પચાસ ધનુષ, પાંચમામાં એકસો પચ્ચીસ ધનુષ, ચોથામાં સાડાબાસઠ ધનુષ, ત્રીજામાં સવાએકત્રીસ ધનુષ; બીજામાં પંદર ધનુષ દશ આની, અને પહેલામાં સાત ધનુષ તેર આની-એ પ્રમાણે જાણવું. તેમાં ઓગણપચાસ પટલ છે અને તે બધાંમાં જુદી જુદી વિશેષ અવગાહના શ્રી ત્રિલોકસારમાંથી જાણવી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
सोऽनुप्रेक्षu]
[१०१ હવે દેવોની અવગાહના કહે છે - असुराणं पणवीसं सेसं णवभावणा य दहदंडं। वितरदेवाण तहा जोइसिया सत्तधणुदेहा।। १६९ ।। असुराणां पश्चविंशतिः शेषाः नवभावनाश्च दशदण्डाः। व्यन्तरदेवानां तथा ज्योतिष्काः सप्तधनुर्देहाः।। १६९ ।।
અર્થ:- ભવનવાસીઓમાં અસુરકુમારોના દેહની ઉંચાઈ પચ્ચીસ ધનુષ અને તેના બાકીના નવે કુમારદેવોની દસ ધનુષ, વ્યંતરોના દેહની ઉંચાઈ દસ ધનુષ તથા જ્યોતિષી દેવોના દેહની ઉંચાઈ સાત धनुष छ.
હવે સ્વર્ગના દેવોના દેહની ઉંચાઈ કહે છે:दुगदुगचदुचदुदुगदुगकप्पसुराणं सरीरपरिमाणं। सत्तछहपंचहत्था चउरो अद्धद्ध हीणा य।।१७०।। हिट्ठिममज्झिमउवरिमगेवजे तह विमाणचउदसए। अद्धजुदा बे हत्था हीणं अद्धद्धयं उवरिं।। १७१।। द्विकद्विचतुश्चतुर्द्विकद्विककल्पसुराणां शरीरपरिमाणम्। सप्तषट्पञ्चहस्ताः चत्वारः अर्धार्धहीना: च।। १७०।। अधस्तनमध्यमोपरिमग्रैवेयकेषु तथा विमानचतुर्दशसु। अर्धयुतौ द्वौ हस्तौ हीनं अर्धार्धकं उपरि।।१७१।।
અર્થ- સૌ ધર્મ-ઐશાન યુગલના દેવોનો દેહ સાત હાથ ઊંચો છે, સનકુમાર-મહેન્દ્રયુગલના દેવોનો દેહ છ હાથ ઊંચો છે, બ્રહ્મબ્રહ્મોત્તર-લાન્તવ- કાપિષ્ટ એ ચાર સ્વર્ગના દેવોનો દેહ પાંચ હાથ ઊંચો છે, શુક્ર-મહાશુક-સતાર- સહસ્રાર એ ચાર સ્વર્ગના દેવોનો દેહ ચાર હાથ ઊંચો છે, આનત-પ્રાણતયુગલના દેવોનો દેહ સાડાત્રણ હાથ ઊંચો છે, આરણ-અર્ચ્યુતયુગલના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨] .
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા દેવોનો દેહ ત્રણ હાથ ઊંચો છે, અધો રૈવેયકના દેવોનો દેહ અઢી હાથ ઊંચો છે, મધ્યમ રૈવેયકના દેવોનો દેહુ બે હાથ ઊંચો છે, ઉપરીમ રૈવેયકના દેવોનો દેહ દોઢ હાથ ઊંચો છે તથા નવ અનુદિશ અને પંચ અનુત્તરના દેવોનો દેહુ એક હાથ ઊંચો છે.
હવે ભરત-ઐરાવતક્ષેત્રમાં કાળની અપેક્ષાએ મનુષ્યોના શરીરની ઊંચાઈ કહે છે:अवसप्पिणिए पढमे काले मणुया तिकोसउच्छेहा। छट्ठस्सवि अवसाणे हत्थपमाणा विवत्था य।। १७२।। अवसर्पिण्याः प्रथमे काले मनुजा: त्रिकोशोत्सेधाः। षष्ठस्य अपि अवसाने हस्तप्रमाणा: विवस्त्राः च।।१७२।।
અર્થ- અવસર્પિણીના પહેલા કાળમાં મનુષ્યોનો દેહ ત્રણ કોશ ઊંચો છે તથા છઠ્ઠી કાળના અંતમાં મનુષ્યોનો દેહ એક હાથ ઊંચો છે. વળી છઠ્ઠી કાળના મનુષ્યો વસ્ત્રાદિથી રહિત હોય છે.
હવે એકેન્દ્રિય જીવોનો જઘન્ય દેહ કહે છે:सव्वजहण्णो देहो लद्धियपुण्णाण सव्वजीवाणं। अंगुलअसंखभागो अणेयभेओ हवे सो वि।।१७३।। सर्वजघन्यः देहः लब्ध्यपर्याप्तानां सर्वजीवानाम्। अगुलाऽसंख्यातभागः अनेकभेदः भवेत् सः अपि।। १७३।।
અર્થ- લધ્યપર્યાપક સર્વ જીવોનો દેહ ઘનઅંગુલના અસંખ્યાતમાં ભાગ છે અને તે સર્વ જઘન્ય છે તથા તેમાં પણ અનેક ભેદ છે.
ભાવાર્થ- એકેન્દ્રિય જીવોનો જઘન્ય દેહ પણ નાનો-મોટો હોય છે અને તે ઘનાગુલના અસંખ્યાતમા ભાગમાં પણ અનેક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૧૦૩
ભેદ છે. ગોમ્મટસારમાં અવગાહનાના ચોસઠ ભેદોનું વર્ણન છે, ત્યાંથી તે જાણવું.
હવે બેઇન્દ્રિય આદિની જઘન્ય અવગાહના કહે છેઃबितिचउपंचक्खाणं जहण्णदेहो हवेइ पुण्णाणं । अंगुल असंखभागो संखगुणो सो वि उवरुवरिं ।। १७४।। द्वित्रिचतुःपञ्चाक्षाणां जघन्यदेहः भवति पर्याप्तानाम्। अंङ्गुलाऽसंख्यातभागः संख्यातगुणः सः अपि उपर्युपरि ।। १७४ ।।
અર્થ:- બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચારઇન્દ્રિય અને પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોનો જઘન્યદેહ ઘનાંગુલના અસંખ્યાતમા ભાગ છે અને તે પણ ઉપર ઉપર સંખ્યાત ગણો છે.
ભાવાર્થ:- બેઇન્દ્રિયના દેહથી સંખ્યાતગણો ત્રણઇન્દ્રિયનો દેહ છે, ત્રણ ઇન્દ્રિયના દેહથી સંખ્યાતગણો ચાઇન્દ્રિયનો દેહ છે અને તેનાથી સંખ્યાતગણો પંચેન્દ્રિયનો દેહ છે.
હવે જઘન્ય અવગાહનાના ધા૨ક બેઇન્દ્રિયાદિ જીવ કોણ કોણ છે તે કહે છે:
अणुद्धरीयं कुथो मच्छीकाणा य सालिसित्थो य । पज्जत्ताण तसाणं जहण्णदेहो विणिद्दिट्ठोः।। १७५।।
अनुद्धरीयकः कुन्थुः कायमक्षिका च शालिसिक्थः च । पर्याप्तानां त्रसानां जघन्यदेहः વિનિર્દિષ્ટ: ।। ૭૬ ।।
અર્થ:- બેઇન્દ્રિય તો અણુદ્ધરીજીવ, ત્રણઇન્દ્રિયમાં કુંથુજીવ, ચારઇન્દ્રિયમાં કાણ-મક્ષિકા અને પંચેન્દ્રિયમાં શાલીસિક્સ્થ નામનો મચ્છ-એ ત્રસપર્યાપ્ત જીવોનો જઘન્ય દેહ કહ્યો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા હવે જીવનું લોકપ્રમાણપણું અને દેહપ્રમાણપણું કહે છેઃलोयपमाणो जीवो देहपमाणो वि अच्छदे खेत्ते। उग्गाहणसत्तीदो संहरणविसप्पधम्मादो।।१७६।। लोकप्रमाणः जीवः देहप्रमाण: अपि आस्ते क्षेत्रे। अवगाहनशक्तितः संहरणविसर्पधर्मात्।।१७६ ।।
અર્થ- જીવ લોકપ્રમાણ છે. વળી દેહપ્રમાણ પણ છે; કારણ કે તેમાં સંકોચ- વિસ્તારધર્મ હોવાથી એવી અવગાહનશક્તિ તેમાં છે.
ભાવાર્થ- લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે તેથી જીવના પણ તેટલા જ પ્રદેશ છે. કેવલસમુદ્રઘાત કરે તે વેળા તે લોકપૂરણ થાય છે. વળી સંકોચ-વિસ્તારશક્તિ તેમાં છે તેથી જેવો દેહ પામે તેટલા જ પ્રમાણ તે રહે છે અને સમુદ્દઘાત કરે ત્યારે તેના પ્રદેશ દેહથી બહાર પણ નીકળે છે.
હવે કોઈ અન્યમતી જીવને સર્વથા સર્વગત જ કહે છે તેનો નિષેધ કરે છે - सव्वगओ जदि जीवो सव्वत्थ वि दुक्खसुक्खसंपत्ती। जाइज्जु ण सा दिट्ठी णियतणुमाणो तदो जीवो।। १७७।।
सर्वगतः यदि जीवः सर्वत्र अपि दुःखसुखसम्प्राप्तिः। जायते न सा दृष्टि: निजतनुमान: ततः जीवः।। १७७।।
અર્થ - જો જીવ સર્વગત જ હોય તો સર્વ ક્ષેત્ર સંબંધી સુખદુઃખની પ્રાપ્તિ તેને હોય પણ એમ તો જોવામાં આવતું નથી. પોતાના શરીરમાં જ સુખ-દુઃખની પ્રાપ્તિ જોઈએ છીએ; તેથી પોતાના શરીરપ્રમાણ જ જીવ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[ ૧૦૫ जीवो णाणसहावो जह अग्गी उण्हओ सहावेण। अत्यंतरभूदेण हि णाणेण ण सो हवे णाणी।। १७८ ।। जीवः ज्ञानस्वभावः यथा अग्निः उष्णः स्वभावेन। अर्थान्तरभूतेन हि ज्ञानेन न सः भवेत् ज्ञानी।। १७८ ।।
અર્થ:- જેમ અગ્નિ સ્વભાવથી જ ઉષ્ણ છે તેમ જીવ છે તે જ્ઞાનસ્વભાવ છે; તેથી અર્થાન્તરભૂત એટલે પોતાથી જુદા પ્રદેશરૂપ જ્ઞાનથી જ્ઞાની નથી.
ભાવાર્થ- નૈયાયિક આદિ છે તેઓ જીવનો અને જ્ઞાનનો પ્રદેશભેદ માની કહે છે કે “આત્માથી જ્ઞાન ભિન્ન છે અને તે સમવાય તથા સંસર્ગથી એક થયું છે તેથી તેને જ્ઞાની કહીએ છીએ; જેમ ધનથી ધનવાન કહીએ છીએ તેમ.” પણ આમ માનવું તે અસત્ય છે. આત્મા અને જ્ઞાનને, અગ્નિ અને ઉષ્ણતામાં જેવો અભેદભાવ છે તેવો, તાદાભ્યભાવ છે.
હવે ( ગુણ- ગુણીને) ભિન્ન માનવામાં દૂષણ દર્શાવે છે:जदि जीवादो भिण्ण सव्वपयारेण हवदि तं णाणं। गुणगुणिभावो य तदा दूरेण पणस्सदे दुण्हं।। १७९ ।।
यदि जीवतः भिन्नं सर्वप्रकारेण भवति तत् ज्ञानं। गुणगुणिभावः च तदा दूरेण प्रणश्यते द्वयोः।। १७९ ।।
અર્થ- જો જીવથી જ્ઞાન સર્વથા ભિન્ન જ માનીએ તો તે બંનેમાં ગુણગુણીભાવ દૂરથી જ (અત્યંત) નાશ પામે, અર્થાત્ આ જીવદ્રવ્ય (ગુણી) છે અને જ્ઞાન તેનો ગુણ છે એવો ભાવ ઠરશે નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
હવે કોઈ પૂછે કે ‘ ગુણ અને ગુણીના ભેદ વિના બે નામ કેમ કહેવાય ?' તેનું સમાધાન કરવામાં આવે છેઃ
जीवस्स विणाणस्स वि गुणगुणिभावेण कीरए भेओ । जं जाणदि तं णाणं एवं भेओ कहं होदि । । १८० ।।
जीवस्य अपि ज्ञानस्य अपि गुणगुणिभावेन क्रियते भेदः । यत् जानाति तत् ज्ञानं एवं भेदः कथं भवति ।। १८० ।
અર્થ:- જીવ અને જ્ઞાનમાં ગુણગુણીભાવથી કચિત ભેદ કરવામાં આવે છે. જો એમ ન હોય તો ‘જે જાણે તે જ આત્માનું જ્ઞાન છે' એવો ભેદ કેમ હોય?
ભાવાર્થ:- જો સર્વથા ભેદ હોય તો ‘જાણે તે જ્ઞાન છે' એવો અભેદ કેમ કહેવાય ? માટે કથંચિત્ ગુણગુણીભાવથી ભેદ કહેવામાં આવે છે પરંતુ તેમાં પ્રદેશભેદ નથી. એ પ્રમાણે કોઈ અન્યમતી ગુણગુણીમાં સર્વથા ભેદ માની જીવ અને જ્ઞાનને સર્વથા અર્થાન્તરભેદ (પદાર્થભિન્નતારૂપ ભેદ) માને છે તેના મતને નિષેધ્યો.
હવે, ચાર્વાકમતી જ્ઞાનને પૃથ્વી આદિનો વિકાર માને છે તેને નિષેધે છેઃ
णाणं भूयवियारं जो मण्णदि सो वि भूदगहिदव्वो । जीवेण विणा णाणं किं केणवि दीसदे कत्थ ? ।। १८१ ।।
ज्ञानं भूतविकारं यः मन्यते सः अपि भूतगृहीतव्यः । जीवेन विना ज्ञानं किं केनापि दृश्यते कुत्र ? ।। १८१ । ।
અર્થ:- જ્ઞાનને પૃથ્વી આદિ પાંચ ભૂતોનો વિકાર માને છે તે ચાર્વાક ભૂતથી અર્થાત્ પિશાચથી ગ્રહાયો છે-ઘેલો છે; કારણ કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ] જીવ વિના જ્ઞાન ક્યાંય કોઈને કોઈ ઠેકાણે જોવામાં આવે છે? ક્યાંય પણ જોવામાં આવતું નથી.
હવે, એમાં દૂષણ દર્શાવે છે:सच्चेयणपच्चक्खं जो जीवं णेव मण्णदे मूढो। सो जीवं ण मुणंतो जीवाभावं कहं कुणदि।। १८२।। सचेतनप्रत्यक्षं यः जीवं नैव मन्यते मूढः। स: जीवं न जानन् जीवाभावं कथं करोति।। १८२।।
અર્થ- આ જીવ, સરૂપ અને ચૈતન્યરૂપ સ્વસંવેદન પ્રત્યક્ષપ્રમાણથી પ્રસિદ્ધ છે તેને ચાર્વાક માનતો નથી, પણ તે મૂર્ખ છે. જો જીવને જાણતો-માનતો નથી તો તે જીવનો અભાવ કેવી રીતે કરે છે?
ભાવાર્થ- જે જીવને જાણતો જ નથી તે તેનો અભાવ પણ કહી શકે નહીં. અભાવને કહેવાવાળો પણ જીવ છે, કેમ કે સદભાવ વિના અભાવ પણ કહ્યો જાય નહિ.
હવે તેને જ યુક્તિપૂર્વક જીવનો સદ્ભાવ દર્શાવે છે:जदि ण य हवेदि जीओ तो को वेदेदि सुक्खदुक्खाणि। इंदियविसया सव्वे को वा जाणदि विसेसेण।। १८३।।
यदि न च भवति जीवः तत् कः वेत्ति सुखदुःखानि। इन्द्रियविषयान् सर्वान् क: वा जानाति विशेषेण ।। १८३।।
અર્થ - જો જીવ ન હોય તો પોતનો થતાં સુખ-દુઃખને કોણ જાણે ? તથા ઇન્દ્રિયના સ્પર્શાદિક વિષયો છે તે બધાને વિશેષતાથી કોણ જાણે ?
ભાવાર્થ:- ચાર્વાક (માત્ર એક ) પ્રત્યક્ષપ્રમાણને માને છે. ત્યાં, પોતાને થતાં સુખ-દુ:ખને તથા ઈન્દ્રિયોના વિષયોને જાણે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
છે તે પ્રત્યક્ષ છે. હવે જીવ વિના પ્રત્યક્ષપ્રમાણ કોને હોય? માટે જીવનો સદ્દભાવ (અસ્તિત્વ) અવશ્ય સિદ્ધ થાય છે.
હવે આત્માનો સદ્દભાવ જેમ સિદ્ધ થાય તેમ કહે છેઃसंकप्पमओ जीवो सुहदुक्खमयं हवेइ संकप्पो । तं चिय वेददि जीवो देहे मिलिदो वि सव्वत्थ ।। १८४ ।।
संकल्पमयः जीवः सुखदुःखमयः भवति संकल्पः । तदेव वेत्ति जीवः देहे मिलितः अपि सर्वत्र ।। १८४ ।।
અર્થ:- જીવ છે તે સંકલ્પમય છે, અને સંકલ્પ છે તે સુખદુઃખમય છે. તે સુખ-દુઃખમય સંકલ્પને જે જાણે છે તે જ જીવ છે. જે દેહ સાથે સર્વત્ર મળી રહ્યો છે તોપણ, જાણવાવાળો છે તે જ જીવ છે. હવે જીવ, દેહ સાથે મળ્યો થકો, સર્વ કાર્યોને કરે છે તે કહે
છેઃ
देहमिलिदो वि जीवो सव्वकम्माणि कुव्वदे जम्हा । तम्हा पयट्टमाणो एयत्तं बुज्झदे મુખ્તવે વોદું।। ટક્ ।। देहमिलितः अपि जीव: सर्वकर्माणि करोति यस्मात् । तस्मात् प्रवर्तमानः एकत्वं बुध्यते કો: ।। ૧૮૬।।
અર્થ:- કારણ કે જીવ છે તે દેહથી મળ્યો થકો જ સર્વ કર્મનોકર્મરૂપ બધાંય કાર્યોને કરે છે; તેથી તે કાર્યોમાં પ્રવર્તતો થકો જે લોક તેને દેહ અને જીવનું એકપણું ભાસે છે.
ભાવાર્થ:- લોકોને દેહ અને જીવ જીદા તો દેખાતા નથી પણ બંને મળેલા જ દેખાય છે–સંયોગથી કાર્યોની પ્રવૃત્તિ દેખાય છે તેથી તે બંનેને એક જ માને છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
હવે જીવને દેહથી ભિન્ન જાણવાનું લક્ષણ દર્શાવે છે:देहमिलिदो वि पिच्छदि देहमिलिदो वि णिसुण्णदे सई। देहमिलिदो वि भुंजदि देहमिलिदो वि गच्छेदि।। १८६ ।। देहमिलितः अपि पश्यति देहमिलितः अपि निशृणोति शब्दम्। देहमिलितः अपि भुक्ते देहमिलितः अपि गच्छति।। १८६ ।।
અર્થ:- જીવ દેહથી મળ્યો થકો જ નેત્રોથી પદાર્થોને દેખે છે, દેહથી મળ્યો થકો જ કાનોથી શબ્દોને સાંભળે છે, દેહથી મળ્યો થકો જ મુખથી ખાય છે, જીભથી સ્વાદ લે છે તથા દેથી મળ્યો થકો જ પગથી ગમન કરે છે.
ભાવાર્થ- દેહમાં જીવ ન હોય તો જડરૂપ એવા માત્ર દેહને જ દેખવું, સ્વાદ લેવો, સાંભળવું અને ગમન કરવું ઈત્યાદિ ક્રિયા ન હોય; તેથી જાણવામાં આવે છે કે દેહમાં (દથી) જુદો જીવ છે અને તે જ આ ક્રિયાઓ કરે છે.
- હવે એ પ્રમાણે જીવને (દેહથી) મળેલો જ માનવાવાળા લોકો તેના ભેદને જાણતા નથી એમ કહે છેઃ
राओ हं भिच्चो हं सिठ्ठी हं चेव दुब्बलो बलिओ। इदि एयत्ताविट्ठो दोहं भेयं ण बुज्झेदि।। १८७।।
राजा अहं भृत्यः अहं श्रेष्ठी अहं चैव दुर्बल: बली। इति एकत्वाविष्ट: द्वयोः भेदं न बुध्यति।।१८७।।
અર્થ:- દેહ અને જીવના એકપણાની માન્યતા સહિત લોક છે તે આ પ્રમાણે માને છે કે હું રાજા છું, હું નોકર છું, હું શેઠ છું, હું દરિદ્ર છું, હું દુર્બલ છું, હું બળવાન છું. એ પ્રમાણે માનતા થકા દેવું અને જીવ બનના તફાવતને જાણતા નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા હવે જીવના કર્તાપણાદિ સંબંધી ચાર ગાથાઓ કહે છેजीवो इवेइ कत्ता सव्वं कम्माणि कुव्वदे जम्हा। कालाइलद्धिंजुत्तो संसारं कुणदि मोक्खं च।। १८८।। जीवः भवति कर्ता सर्वाणि कर्माणि कुर्वते यस्मात्। कालादिलब्धियुक्त संसारं करोति मोक्षं च।। १८८।।
અર્થ:- આ જીવ સર્વ કર્મનો કર્મને કરતો થકો તેને પોતાનું કર્તવ્ય માને છે માટે તે ક્ત પણ છે, અને તે પોતાને સંસારરૂપ કરે છે; વળી કાળાદિ લબ્ધિથી યુક્ત થતો થકો પોતાને મોક્ષરૂપ પણ પોતે જ કરે છે.
ભાવાર્થ- કોઈ જાણે કે આ જીવનમાં સુખ-દુઃખ આદિ કાર્યોને ઈશ્વર આદિ અન્ય કરે છે પણ એમ નથી. પોતે જ કર્તા છે–સર્વ કાર્યો પોતે જ કરે છે, સંસાર પણ પોતે જ કરે છે, તથા કાળલબ્ધિ આવતાં મોક્ષ પણ પોતે જ કરે છે, અને એ બધાં કાર્યો પ્રત્યે દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવરૂપ સામગ્રી નિમિત્ત છે જ. जीवो वि हवइ भुत्ता कम्मफलं सो वि भुंजदे जम्हा। कम्मविवायं विविहं सो चिय भुंजेदि संसारे।। १८९ ।। जीवः अपि भवति भोक्ता कर्मफलं सः अपि भुङ्क्ते यस्मात्। कर्मविपाकं विविधं सः च एव भुनक्ति संसारे।। १८९ ।।
અર્થ- કારણ કે જીવ કર્મનું ફળ આ સંસારમાં ભોગવે છે માટે ભોક્તા પણ તે જ છે; વળી સંસારમાં સુખ-દુઃખરૂપ અનેક પ્રકારના કર્મના વિપાકોને પણ તે જ ભોગવે છે. जीवो वि हवइ पावं अइतिव्वकसायपरिणदो णिचं। जीवो हवेइ पुण्णं उवसमभावेण संजुत्तो।।१९०।। Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા]
[૧૧૧ जीवः अपि भवति पापं अतितीव्रकषायपरिणतः नित्यम्। जीवः भवति पुण्यं उपशमभावेन संयुक्तः ।। १९०।।
અર્થ - આ જીવ, અતિ તીવ્ર કષાયયુક્ત થાય ત્યારે તે પોતે જ પાપરૂપ થાય છે તથા ઉપશમભાવ-મંદ કષાય-યુક્ત થાય ત્યારે તે પોતે જ પુણ્યરૂપ થાય છે.
ભાવાર્થ- ક્રોધ-માન-માયા-લોભના અતિ તીવ્રપણાથી તો પાપપરિણામ થાય છે તથા તેના મંદપણાથી પુણપરિણામ થાય છે; તે પરિણામ સહિત (જીવન) પુણ્યજીવ તથા પાપજીવ કહીએ છીએ. વળી એક જ જીવ બંને પરિણામયુક્ત થતાં પુણ્યજીવ-પાપજીવ પણ કહીએ છીએ. સિદ્ધાંતની અપેક્ષાએ તો એમ જ છે. કારણ કે સમ્યકત્વ સહિત જીવને તો તીવ્ર કષાયની જડ (મિથ્યાશ્રદ્ધાન) કપાવાથી પુણ્યજીવ કહીએ છીએ તથા મિથ્યાદષ્ટિ જીવને ભેદજ્ઞાન વિના કષાયોની જડ કપાતી નથી તેથી બહારથી કદાચિત ઉપશમપરિણામ દેખાય તોપણ તેને પાપજીવ જ કહીએ છીએ એમ જાણવું.
૧. આ સંબંધમાં શ્રીગોમ્મદસારમાં પણ કહ્યું છે કે:
जीवदुर्ग उत्तटुं जीवा पुण्णा हु सम्मगुणसहिदा। वदसहिदावि य पावा तविवरीया हवंतित्ति।।६२२।। मिच्छाइट्ठी पावा णंताणंता य सासणगुणावि।
पल्लासंखेजुदिमा अणअण्णदरुदयमिच्छगुणा।। ६२३।।
અર્થ- જીવ અને અજીવ પદાર્થો તો પૂર્વે જીવસમાસ અધિકારમાં વા અહીં છ દ્રવ્ય અધિકારમાં કહ્યા છે. વળી જે સમ્યકત્વગુણ સહિત હોય તથા જે વ્રતયુક્ત હોય તેને પુણ્યજીવ કહીએ છીએ, તેથી વિપરીત એટલે સમ્યકત્વ અને વ્રત રહિત જીવ નિયમથી પાપજીવ જાણવા. વળી મિથ્યાષ્ટિ પાપજીવ છે તે અનંતાનંત છે, સર્વ સંસારરાશિમાંથી અન્ય ગુણસ્થાનવાળાનું પ્રમાણ બાદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
रयणत्तयसंजुतो जीवो वि हवेइ उत्तमं तित्थं । संसारं तरइ जदो रयणत्तयदिव्वणावाए ।। १९१ ।।
रत्नत्रयसंयुक्तः जीवः अपि भवति उत्तमं तीर्थं । संसारं तरति યત: રત્નત્રયવિવ્યનાવા|| ??? || અર્થ:- આ જીવ, રત્નત્રયરૂપ દિવ્ય નાવ વડે, સંસારથી તરે છે-પાર પામે છે માટે આ જીવ જ રત્નત્રયથી યુક્ત થતો થકો ઉત્તમ તીર્થ છે.
ભાવાર્થ:- જે તરે તે તીર્થ વા જેનાથી તરીએ તે તીર્થ છે.
સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયનાવ (નૌકા ) વડે આ જીવ તરે છે તથા અન્યને તરવા માટે નિમિત્ત થાય છે, તેથી આ જીવ જ તીર્થ છે.
હવે અન્ય પ્રકારથી જીવના ભેદ કહે છે:
जीवा हवंति तिविहा बहिरप्पा तह य अंतरप्पा य । परमप्पा वि यदुविहा अरहंता तह य सिद्धा य ।। ९९२ ।। जीवा: भवन्ति त्रिविधाः बहिरात्मा तथा च अन्तरात्मा च । परमात्मानः अपि च द्विविधाः अर्हतः तथा च सिद्धाः च ।। १९२ ।।
અર્થ:- બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવા ત્રણ પ્રકારના જીવો છે; વળી પ૨માત્મા પણ અરહંત તથા સિદ્ધ એમ બે પ્રકારથી છે.
હવે તેમનું સ્વરૂપ કહે છે, ત્યાં બહિરાત્મા કેવા છે તે કહે છેઃ
કરતાં મિથ્યાદષ્ટિ જીવોનું પ્રમાણ આવે છે. બીજું સાસાદનગુણસ્થાનવાળા જીવો પણ પાપજીવ છે કારણ કે તેઓ અનંતાનુબંધી ચોકડીમાંથી કોઈ એક પ્રકૃતિનો ઉદય થતાં મિથ્યાત્વ સદશ ગુણને પ્રાપ્ત થાય છે, અને તેઓ પલ્યના અસંખ્યાતભાગ પ્રમાણ છે. ગોમ્મટસાર-જીવકાંડ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૧૧૩ मिच्छत्तपरिणदप्पा तिव्वकसाएण सुठु आविट्ठो। जीवं देहं एक्कं मण्णंतो होदि बहिरप्पा।।१९३।। मिथ्यात्वपरिणतात्मा तीव्रकषायेण सुष्ठु आविष्टः। जीवं देहं एकं मन्यमान: भवति बहिरात्मा।। १९३।।
અર્થ:- જે જીવ મિથ્યાત્વકર્મના ઉદયરૂપે પરિણમ્યો હોય, તીવ્ર કષાય (અનંતાનુબંધી )થી સુખુ એટલે અતિશય યુક્ત હોય અને એ નિમિત્તથી જીવને તથા દેહને એક માનતો હોય તે જીવને બહિરાત્મા કહીએ છીએ.
ભાવાર્થ- બાહ્ય પરદ્રવ્યને જે આત્મા (સ્વરૂપ) માને તે બહિરાત્મા છે અને એમ માનવું મિથ્યાત્વ-અનંતાનુબંધીકષાયના ઉદયથી થાય છે. માટે ભેદવિજ્ઞાન રહિત થતો થકો દેહાદિથી માંડી સમસ્ત પરદ્રવ્યમાં અહંકાર-મમકાર યુક્ત બનેલો (જીવ) બહિરાત્મા કહેવાય છે.
હવે અંતરાત્માનું સ્વરૂપ ત્રણ ગાથાથી કહે છે :जे जिणवयणे कुसला भेदं जाणंति जीवदेहाणं। णिज्जियदुठ्ठट्ठमया अंतरअप्पा य ते तिविहा।। १९४ ।।
ये जिनवचने कुशलाः भेदं जानन्ति जीवदेहयोः। निर्जितदुष्ठाष्ठमदाः अन्तरात्मानः च ते त्रिविधाः।। १९४ ।।
અર્થ- જેઓ જિનવચનમાં પ્રવીણ છે, જીવ અને દેહમાં ભેદ ( ભિન્નતા) જાણે છે અને જેમણે આઠ દુષ્ટ મદ જીત્યા છે તે અંતરાત્મા છે, અને તે ઉત્કૃષ્ટ, મધ્યમ તથા જઘન્ય ભેદથી ત્રણ પ્રકારના છે.
ભાવાર્થ- જે જીવ જિનવાણીનો સારી રીતે અભ્યાસ કરી જીવ અને દેહના સ્વરૂપને ભિન્ન ભિન્ન જાણે છે તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
અંતરાત્મા છે; તેને જાતિ, લાભ, કુળ, રૂપ, તપ, બળ, વિદ્યા અને ઐશ્વર્ય એ આઠ મદનાં કારણો છે તેમાં અહંકાર-મમકાર ઊપજતા નથી કારણ કે એ બધા પરદ્રવ્યના સંયોગજનિત છે; તેથી તેમાં ગર્વ કરતા નથી. એ અંતરાત્મા ત્રણ પ્રકારના છે.
હવે એ ત્રણે પ્રકારોમાં ઉત્કૃષ્ટ અંતરાત્માનું સ્વરૂપ કહે છે :पंचमहव्वयजुत्ता धम्मे सुक्के वि संठिदा णिच्चं । णिज्जियसयलपमाया उक्किट्ठा अंतरा होंति ।। ९९५ ।।
पञ्चमहाव्रतयुक्ताः धर्मे शुक्ले अपि संस्थिताः नित्यम्। निर्जितसकलप्रमादाः उत्कृष्टाः અન્તરા: ભવન્તિ।। ૬ ।।
અર્થ:- જે જીવ પંચમહાવ્રતથી યુક્ત હોય, નિત્ય ધર્મ-ધ્યાનશુકલધ્યાનમાં રમતો હોય અને જીત્યા છે નિદ્રા આદિ પ્રમાદો જેણે તે ઉત્કૃષ્ટ અંતરાત્મા છે.
હવે મધ્યમ અંતરાત્માનું સ્વરૂપ કહે છે :
सावयगुणेहिं जुत्ता पमत्तविरदा य मज्झिमा होंति । जिणवयणे अणुरत्ता उवसमसीला महासत्ता ।। १९६ ।। श्रावकगुणैः युक्ताः प्रमत्तविरताः च मध्यमाः भवन्ति । जिनवचने अनुरक्ताः उपशमशीलाः महासत्त्वाः।। १९६ ।।
અર્થ:- જે જીવ શ્રાવકના વ્રતોથી સંયુક્ત હોય વા પ્રમત્તગુણસ્થાન યુક્ત જે મુનિ હોય તે મધ્યમ અંતરાત્મા છે. કેવા છે તેઓ ? શ્રી જિનેંદ્રવચનમાં અનુરક્ત-લીન છે, આજ્ઞા સિવાય પ્રવર્તન કરતા નથી, મંદકષાય-ઉપશમભાવરૂપ છે સ્વભાવ જેમનો, મહા પરાક્રમી છે, પરિષાદિ સહન કરવામાં દૃઢ છે અને ઉપસર્ગ આવતાં પ્રતિજ્ઞાથી જે ચલિત થતા નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા]
[૧૧૫ હવે જઘન્ય અંતરાત્માનું સ્વરૂપ કહે છે :अविरयसम्माट्ठिी होंति जहण्णा जिणिंदपयभत्ता। अप्पाणं जिंदंता गुणगहणे सुठु अणुरत्ता।।१९७।। अविरतसम्यग्दृष्टयः भवन्ति जघन्याः जिनेन्द्रपदभक्ताः। आत्मानं निन्दन्तः गुणग्रहणे सुष्ठु अनुरक्ताः।।१९७।।
અર્થ - જે જીવ અવિરતસમ્યગ્દષ્ટિ છે અર્થાત્ સમ્યગ્દર્શન તો જેમને છે પણ ચારિત્રમોહના ઉદયથી વ્રત ધારણ કરી શકતા નથી તે જઘન્ય અંતરાત્મા છે. તે કેવા છે? જિનેન્દ્રના ચરણોના ઉપાસક છે અર્થાત નિંદ્ર, તેમની વાણી તથા તેમને અનુસરનારા નિગ્રંથગુરુની ભક્તિમાં તત્પર છે, પોતાના આત્માને સદાય નિંદતા રહે છે, ચારિત્રમોહના ઉદયથી વ્રત ધાર્યા જતાં નથી અને તેની ભાવના નિરંતર રહે છે તેથી પોતાના વિભાવભાવોની નિંદા કરતા જ રહે છે, ગુણોના ગ્રહણમાં સમ્યક્ પ્રકારથી અનુરાગી છે, જેમનામાં સમ્યગ્દર્શનાદિ ગુણ દેખે તેમના પ્રત્યે અત્યંત અનુરાગરૂપ પ્રવર્તે છે, ગુણો વડે પોતાનું અને પરનું હિત જાણ્યું છે તેથી ગુણો પ્રત્યે અનુરાગ જ થાય છે. એ પ્રમાણે ત્રણ પ્રકારના અંતરાત્મા કહ્યા તે ગુણસ્થાન અપેક્ષાએ જાણવા.
ભાવાર્થ- ચોથા ગુણસ્થાનવતી જઘન્ય અંતરાત્મા છે, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનવર્સી મધ્યમ અંતરાત્મા છે તથા સાતમાથી માંડીને બારમાં ગુણસ્થાન સુધીના (સાધકો) ઉત્કૃષ્ટ અંતરાત્મા જાણવા.
હવે પરમાત્માનું સ્વરૂપ કહે છે :ससरीरा अरहंता केवलणाणेण मुणियसयलत्था। णाणसरीरा सिद्धा सव्वुत्तमसुक्खसंपत्ता।। १९८ ।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
सशरीरा: अर्हन्तः केवलज्ञानेन ज्ञातसकलार्थाः । જ્ઞાનશીરા: સિદ્ધા: સર્વોત્તમસૌષ્યસંપ્રાપ્તા:।। ૬૮ ।।
અર્થ:- શરી૨ સહિત અરહંત છે; તે કેવા છે? કેવલજ્ઞાન દ્વારા જેઓ સકલ પદાર્થોને જાણે છે તે પરમાત્મા છે; તથા શરીરરહિત અર્થાત્ જ્ઞાન જ છે શરીર જેઓને તે સિદ્ધ છે. કેવા છે તે ? તે શરીર રહિત ૫રમાત્મા સર્વ ઉત્તમ સુખોને પ્રાપ્ત થયા છે.
ભાવાર્થ:- તે૨મા અને ચૌદમા ગુણસ્થાનવર્તી અર્હત શરીર સહિત ૫૨માત્મા તથા સિદ્ઘપરમેષ્ઠી શરીરહિત
૫રમાત્મા છે.
હવે ‘ પરા ’ શબ્દનો અર્થ કહે છે :
णिस्सेसकम्मणासे अप्पसहावेण जा समुप्पत्ती । कम्मजभावखए वि य सा वि य पत्ती परा होदि । । १९९।।
निःशेषकर्मनाशे आत्मस्वभावेन या समुत्पत्तिः । कर्म्मजभावक्षये अपि च सा अपि च प्राप्तिः परा भवति ।। ९९९ ।।
અર્થ:- જે સમસ્ત કર્મનો નાશ થતાં પોતાના સ્વભાવથી ઊપજે તેને ‘પરા’કહીએ છીએ. વળી કર્મથી ઊપજતા ઔદિયકાદિ ભાવોનો નાશ થતાં જે ઊપજે તેને પણ ‘પરા’ કહીએ છીએ.
ભાવાર્થ:- ૫૨માત્મા શબ્દનો અર્થ આ પ્રમાણે છે: ‘પરા’ એટલે ઉત્કૃષ્ટ તથા ‘મા' એટલે લક્ષ્મી; તે જેને હોય એવા આત્માને પરમાત્મા કહીએ છીએ. જે સમસ્ત કર્મોનો નાશ કરી સ્વભાવરૂપ લક્ષ્મીને પ્રાપ્ત થયા છે એવા સિદ્ધ, તે પરમાત્મા છે. વળી ઘાતિકર્મોના નાશથી અનંતચતુષ્ટયરૂપ લક્ષ્મીને જેઓ પ્રાપ્ત થયા છે એવા અરહંત, તે પણ પરમાત્મા છે. વળી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
सानुप्रेक्षu]
[११७ તેઓને જ “ઔદયિકાદિ ભાવોનો નાશ કરી પરમાત્મા થયા” એમ પણ કહીએ છીએ.
હવે કોઈ “જીવને સર્વથા શુદ્ધ જ' કહે છે તેના મતને નિષેધે છે :जइ पुण सुद्धसहावा सव्वे जीवा अणाइकाले वि। तो तवचरणविहाणं सव्वेसिं णिप्फलं होदि।। २०० ।। यदि पुनः शुद्धस्वभावाः सर्वे जीवाः अनादिकाले अपि। तत् तपश्चरणविधानं सर्वेषां निष्फलं भवति।। २००।।
અર્થ - જો બધાય જીવો અનાદિકાળથી પણ શુદ્ધસ્વભાવરૂપ છે તો બધાયને તપશ્ચરણાદિ વિધાન છે તે નિષ્ફળ થાય છે. ता किह गिलदि देहं णाणाकम्माणि ता कहं कुणदि। सुहिदा वि य दुहिदा वि य णाणारूवा कहं होति।। २०१।। तत् कथं गृहति देहं नानाकर्माणि तत् कथं करोति। सुखिताः अपि च दुःखिताः अपि च नानारूपाः कथं भवन्ति।।२०१।।
અર્થ- જો જીવ સર્વથા શુદ્ધ જ છે તો દેહને કેમ ગ્રહણ કરે छ? नन। ५.२ भौने, म १२. छ? तथा ‘ोछ सुपा छ-छ દુઃખી છે” એવા નાના પ્રકારના તફાવતો કેમ હોય છે? માટે તે સર્વથા શુદ્ધ નથી.
હવે અશુદ્ધતા અને શુદ્ધતાનું કારણ કહે છે :सव्वे कम्मणिबद्धा संसरमाणा अणाइकालम्हि। पच्छा तोडिय बंधं सिद्धा सुद्धा धुवा होति।। २०२।। सर्वे कर्मनिबद्धाः संसरमाणाः अनादिकाले। पश्चात् त्रोटयित्वा बन्धं सिद्धः शुद्धाः ध्रुवाः भवन्ति।। २०२।।
અર્થ - બધાય જીવો અનાદિકાળથી કર્મોથી બંધાયેલા છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
તેથી તેઓ સંસારમાં પરિભ્રમણ કરે છે અને પછી એ કર્મોના બંધનોને તોડી સિદ્ધ થાય છે ત્યારે તેઓ શુદ્ધ અને નિશ્ચળ થાય છે. હવે જે બંધનથી જીવ બંધાયેલો છે તે બંધનનું સ્વરૂપ કહે
છે :
जो अण्णोणपवेसो जीवपएसाण कम्मखंधाणं । सव्वबंधाण विलओ सो बंधो होदि जीवस्स ।। २०३ ।
यः अन्योन्यप्रवेशः जीवप्रदेशानां कर्मस्कन्धानाम् । सर्वबन्धानां अपि लयः सः बन्धः भवति जीवस्य ।। २०३ ।।
અર્થ::- જીવના પ્રદેશોનો અને કર્મોના સ્કંધોનો પરસ્પર પ્રવેશ થવો અર્થાત્ એકક્ષેત્રાવગાહ સંબંધ થવો તે જીવને પ્રદેશબંધ છે અને તે જ પ્રકૃતિ, સ્થિતિ તથા અનુભાગરૂપ સર્વ બંધનું પણ લય અર્થાત્ એકરૂપ હોવું છે.
હવે સર્વ દ્રવ્યોમાં જીવ દ્રવ્ય જ ઉત્તમ-૫૨મ તત્ત્વ છે એમ કહે
છે :
उत्तमगुणाण धामं सव्वदव्वाण उत्तमं दव्वं । तच्चाण परमतच्चं जीवं जाणेह णिच्छयदो ।। २०४ ।।
उत्तमगुणानां धाम सर्वद्रव्याणं उत्तमं द्रव्यं । तत्त्वानां परमतत्त्वं जीवं जानीहि निश्चयतः।। २०४।।
અર્થ:- જીવદ્રવ્ય ઉત્તમ ગુણોનું ધામ છે–જ્ઞાનાદિ ઉત્તમ ગુણો એમાં જ છે, સર્વ દ્રવ્યોમાં એક આ જ દ્રવ્ય પ્રધાન છે કારણ કે સર્વ દ્રવ્યોને જીવ જ પ્રકાશે છે, સર્વ તત્ત્વોમાં પરમતત્ત્વ જીવ જ છે અને અનંતજ્ઞાન-સુખાદિનો ભોક્તા પણ જીવ જ છે-એમ હું ભવ્ય! તું નિશ્ચયથી જાણ.
હવે જીવને જ ઉત્તમ તત્ત્વપણું શાથી છે? તે કહે છે :
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[ ૧૧૯
अंतरतच्चं जीवो बाहिरतच्चं हवंति सेसाणि । णाणविहीणं दव्वं हियाहियं णेव जाणादि । । २०५ ।।
अन्तस्तत्त्वं जीवः बाह्यतत्त्वं भवन्ति शेषाणि । ज्ञानविहीनं द्रव्यं हिताहितं नैव जानाति।। २०५ ।।
અર્થ:- જીવ છે તે અંતસ્તત્ત્વ છે તથા બાકીનાં બધાંય દ્રવ્યો બાહ્યતત્ત્વ છે-જ્ઞાનાદિ રહિત છે, અને જ્ઞાનરહિત જે દ્રવ્ય છે તે હિતઅહિત અર્થાત્ હૈય–ઉપાદેય વસ્તુને કેમ જાણે ?
ભાવાર્થ:- જીવતત્ત્વ વિના બધું શૂન્ય છે માટે સર્વને જાણવાવાળો તથા હિત-અહિતને એટલે કે હૈય–ઉપાદેયને સમજવાવાળો એક જીવ જ ૫૨મ તત્ત્વ છે :
હવે પુદ્દગલદ્રવ્યનું સ્વરૂપ કહે છેઃ
सव्वो लोयायासो पुग्गलदव्वेहिं सव्वदो भरिदो । सुहमेहिं बायरेहिं य णाणाविहसत्तिजुत्तेहिं ।। २०६ ।। सर्वः लोकाकाशः पुद्गलद्रव्यैः सर्वतः भृतः । સૂક્ષ્મ: વાવ: 7 નાનાવિધશક્તિયુÔ:।। ર૦૬ ।। અર્થ:- સર્વ લોકાકાશ સૂક્ષ્મ-બાદર પુદ્ગલદ્રવ્યોથી સર્વ પ્રદેશોમાં ભરેલું છે. કેવાં છે તે પુદ્દગલદ્રવ્યો ? નાના પ્રકારની શક્તિઓ સહિત છે.
ભાવાર્થ:- શરીરાદિ અનેક પ્રકારની પરિણમનશક્તિથી યુક્ત સૂક્ષ્મ-બાદર પુદ્દગલોથી સર્વ લોકાકાશ ભરેલો છે.
जं इंदिएहिं गिज्झं रूवरसगंधफासपरिणामं । तं चिय पुग्गलदव्वं अनंतगुणं जीवरासीदो ।। २०७ ।। यत् इन्द्रियैः ग्राह्यं रूपरसगन्धस्पर्शपरिणामम्। त्त एव पुद्गलद्रव्यं अनन्तगुणं जीवराशितः।। २०७।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા અર્થ:- રૂપ-રસ-ગંધ-સ્પર્શાદિ પરિણામસ્વરૂપે, જે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરવા યોગ્ય છે કે, સર્વ પુદ્ગલ દ્રવ્ય છે અને તે સંખ્યા અપેક્ષાએ જીવરાશિથી અનંત ગણાં દ્રવ્ય છે.
હવે પુદ્ગલદ્રવ્યને જીવનું ઉપકારીપણું કહે છે :जीवस्स बहुपया उवयारं कुणदि पुग्गलं दव्वं। देहं च इंदियाणि य वाणी उस्सासणिस्सासं।। २०८ ।। जीवस्य बहुप्रकारं उपकारं करोति पुद्गलं द्रव्यं । देहं च इन्द्रियाणि च वाणी उछासनिःश्वासम्।। २०८ ।।
અર્થ- પુદ્ગલ દ્રવ્ય જીવને ઘણા પ્રકારનો ઉપકાર કરે છે; દેહ કરે છે, ઇંદ્રિયો કરે છે, વચન કરે છે તથા ઉચ્છવાસ-નિશ્વાસ કરે છે.
ભાવાર્થ- સંસારી જીવોના દેહાદિક, પુદ્ગલદ્રવ્યોથી રચાયેલા છે અને એ વડે જીવનું જીવિતવ્ય છે એ ઉપકાર છે. अण्णं पि एवमाई उवयारं कुणदि जाव संसारं। मोह-अणाणमयं पि य परिणामं कुणदि जीवस्स।। २०९ ।।
अन्यमपि एवमादि उपकारं करोति यावत् संसारम्। मोहज्ञानमयं अपि च परिणामं करोति जीवस्य।। २०९ ।।
અર્થ - ઉપર કહ્યા ઉપરાંત પુદ્ગલ દ્રવ્ય જીવને અન્ય પણ ઉપકાર કરે છે. જ્યાં સુધી આ જીવને સંસાર છે ત્યાં સુધી ઘણા પરિણામ કરે છે. જેમ કે-મોહપરિણામ, પરદ્રવ્ય સાથે મમત્વપરિણામ, અજ્ઞાનમય પરિણામ તથા એ જ પ્રમાણે સુખ-દુ:ખ, જીવન-મરણ આદિ અનેક પ્રકારના (પરિણામ) કરે છે. અહીં “ઉપકાર' શબ્દનો અર્થ “જ્યારે ઉપાદાન કાર્ય કરે ત્યારે નિમિત્તકારણમાં કર્તાપણાનો આરોપ કરવામાં આવે છે.” એવો અર્થ સર્વત્ર સમજવો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા]
[૧૨૧ હવે “જીવ પણ જીવને ઉપકાર કરે છે એમ કહે છે :जीवा वि दु जीवाणं उवयारं कुणदि सव्वपच्चक्खं। तत्थ वि पहाणहेऊ पुण्णं पावं च णियमेण।। २१०।। जीवाः अपि तु जीवानां उपकारं कुर्वन्ति सर्वप्रत्यक्षम्। तत्र अपि प्रधानहेतु: पुण्यं पापं च नियमेन।। २१०।।
અર્થ- જીવો પણ જીવોને પરસ્પર ઉપકાર કરે છે અને તે સર્વને પ્રત્યક્ષ જ છે. સરદાર ચાકર-ચાકર સરદારને, આચાર્ય શિષ્યને-શિષ્ય આચાર્યને, માતપિતા પુત્રને-પુત્ર માતપિતાને, મિત્ર મિત્રને, સ્ત્રી ભરથારને ઇત્યાદિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. ત્યાં એ પરસ્પર ઉપકારમાં પુણ્ય-પાપકર્મ નિયમથી પ્રધાન કારણ છે.
હવે “પુદ્ગલની પણ મોટી શક્તિ છે” એમ કહે છે :का वि अपुव्वा दीसदि पुग्गलदव्वस्स एरिसी सत्ती। केवलणाणसहाओ विणासिदो जाइ जीवस्स।। २११ ।। का अपि अपूर्वा दृश्यते पुद्गलद्रव्यस्य ईदृशी शक्तिः। केवलज्ञानस्वभाव: विनाशित: याति जीवस्य ।। २११।।
અર્થ:- પુદ્ગલદ્રવ્યની પણ કોઈ એવી અપૂર્વ શક્તિ જોવામાં આવે છે કે જીવનો કેવળજ્ઞાન સ્વભાવ છે તે પણ જે શક્તિથી વિણશી જાય છે.
ભાવાર્થ- જીવની અનંત શક્તિ છે તેમાં કેવલજ્ઞાન શક્તિ એવી છે કે જેની વ્યક્તિ (પ્રકાશ-પ્રગટતા) થતાં સર્વ પદાર્થોને તે એક કાળમાં જાણે છે. એવી વ્યક્તિ ( પ્રગટતા)ને પુદ્ગલ નષ્ટ કરે છે-પ્રગટ થવા દેતું નથી. એ અપૂર્વ શક્તિ છે. એ પ્રમાણે પુદ્ગલદ્રવ્યનું નિરૂપણ કર્યું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
હવે ધર્મ અને અધર્મદ્રવ્યનું સ્વરૂપ કહે છે :
धम्ममधम्मं दव्वं गमणट्ठाणाण कारणं कमसो । जीवाण पुग्गलाणं बिण्णि वि लोगप्पमाणाणि । । २१२ ।।
धर्मं अधर्मं द्रव्यं गमनस्थानयोः कारणं क्रमशः । जीवानां पुद्गलानां द्वे अपि लोकप्रमाणे ।। २१२ ।।
અર્થ:- જીવ અને પુદ્ગલ એ બંને દ્રવ્યોને જે અનુક્રમે ગમન અને સ્થિતિનાં સહકારીકારણ છે તે ધર્મ અને અધર્મદ્રવ્ય છે, અને તે બંનેય લોકાકાશપ્રમાણ પ્રદેશને ધારણ કરે છે.
ભાવાર્થ:- જીવ-પુદ્દગલોને ગમનમાં સહકારીકા૨ણ તો ધર્મદ્રવ્ય છે તથા સ્થિતિમાં સહકારીકા૨ણ અધર્મદ્રવ્ય છે; અને તે બંને લોકાકાશપ્રમાણ છે.
હવે આકાશદ્રવ્યનું સ્વરૂપ કહે છે :
सयलाणं दव्वाणं जं दादुं सक्कदे हि अवगासं । तं आयासं दुविहं लोयालोयाण भेएण ।। २१३ ।। सकलानां द्रव्याणां यत् दातुं शक्नोति हि अवकाशम्। तत् आकाशं द्विविधं लोकालोकयोः મેલેન।। રoરૂ।।
અર્થ:- જે સમસ્ત દ્રવ્યોને અવકાશ આપવામાં સમર્થ છે આકાશદ્રવ્ય છે અને તે લોક તથા અલોકના ભેદથી બે પ્રકારનું છે.
ભાવાર્થ:- જેમાં સર્વ દ્રવ્યો રહે એવા અવગાહનગુણને જે ધારે છે તે આકાશદ્રવ્ય છે, જેમાં (પોતાસહિત બીજાં ) પાંચ દ્રવ્યો રહે છે તે તો લોકાકાશ છે તથા જેમાં (આકાશ સિવાય બીજાં ) અન્ય દ્રવ્યો નથી તે અલોકાકાશ છે. એ પ્રમાણે આકાશદ્રવ્યના બે ભેદ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૧૨૩ હવે આકાશમાં જેમ સર્વ દ્રવ્યોને અવગાહ આપવાની શક્તિ છે તેવી અવગાહુ આપવાની શક્તિ બધાંય દ્રવ્યોમાં છે એમ કહે છે :सव्वाणं दव्वाणं अवगाहणसत्ति अत्थि परमत्थं। जह भसमपाणियाणं जीवपएसाण जाण बहुआणं ।। २१४ ।। सर्वेषां द्रव्याणां अवगाहनशक्ति: अस्ति परमार्थतः। यथा भस्मपानीययोः जीवप्रदेशानां जानीहि बहुकानाम्।। २१४ ।।
અર્થ:- બધાંય દ્રવ્યોમાં પરસ્પર અવગાહ આપવાની શક્તિ છે એમ નિશ્ચયથી તમે જાણો. જેમ ભસ્મ અને જલમાં (પરસ્પર) અવગાહનશક્તિ છે તેમ જીવના અસંખ્યાતપ્રદેશોને પણ જાણો.
ભાવાર્થ- જેમ પાત્રમાં જલ ભરી તેમાં ભસ્મ નાખીએ તો તે તેમાં સમાય છે, વળી તેમાં સાકર નાખીએ તો તે પણ સમાય છે, અને તેમાં સોય ચાપીએ તો તે પણ તેમાં સમાય છે,-એમ અવગાહનશક્તિ સમજવી. અહીં કોઈ પ્રશ્ન કરે કે-બધાંય દ્રવ્યોમાં અવગાહનશક્તિ છે તો એ (અવગાહશક્તિ) આકાશનો અસાધારણ ધર્મ કેવી રીતે કર્યો? તેનું સમાધાન-જોકે પરસ્પર અવગાહ તો બધાંય દ્રવ્યો આપે છે તથાપિ આકાશદ્રવ્ય સર્વથી મોટું છે તેથી તેમાં બધાંય દ્રવ્યો સમાય છે એ જ તેની અસાધારણતા છે. जदि ण हवदि सा सत्ती सहावभूदा हि सव्वदव्वाणं। एक्केकास-पएसे कह ता सव्वाणि वटुंति।। २१५ ।। यदि न भवति सा शक्तिः स्वभावभूता हि सर्वद्रव्याणाम्। एकैकाकाशप्रदेशे कथं तत् सर्वाणि वर्तन्ते।। २१५ ।।
અર્થ:- જો સર્વ દ્રવ્યોને સ્વભાવભૂત અગાહનશક્તિ ન હોય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા તો એક એક આકાશના પ્રદેશમાં સર્વ દ્રવ્ય કેવી રીતે વર્તે?
ભાવાર્થ- એક આકાશપ્રદેશમાં પુગલનાં અનંત પરમાણુ દ્રવ્યો, એક જીવનો પ્રદેશ, એક ધર્મદ્રવ્યનો પ્રદેશ, એક અધર્મદ્રવ્યનો પ્રદેશ અને એક કાલાણુદ્રવ્ય એ પ્રમાણે સર્વ રહે છે. હવે એ આકાશનો પ્રદેશ એક પુદગલપરમાણુ બરાબર છે. જો અવગાહનશક્તિ ન હોય તો (એ પ્રમાણે) શી રીતે રહે?
હવે કાળદ્રવ્યનું સ્વરૂપ કહે છે :सव्वाणं दव्वाणं परिणामं जो करेदि सो कालो। एक्केकासपएसे सो वट्टदि एकिको चेव।। २१६ ।। सर्वेषां द्रव्याणां परिणामं यः करोति सः कालः। एकैकाकाशप्रदेशे स वर्तते एकैकः च एव।। २१६ ।।
અર્થ- જે સર્વ દ્રવ્યોને પરિણામ કરે છે તે કાળદ્રવ્ય છે અને તે એક એક આકાશના પ્રદેશમાં એક એક કાળાશુદ્રવ્ય વર્તે છે.
ભાવાર્થ- સર્વ દ્રવ્યોને પ્રતિસમય પર્યાય ઉપજે છે અને વિશે છે; એવા પરિણમનને નિમિત્તમાત્ર કાળદ્રવ્ય છે. લોકાકાશના એક એક પ્રદેશમાં એક એક કાળાણુ રહે છે અને તે નિશ્ચયકાળ છે.
- હવે કહે છે કે-પરિણમવાની સ્વભાવભૂત શક્તિ તો સર્વ દ્રવ્યોમાં છે, ત્યાં અન્ય દ્રવ્ય નિમિત્તમાત્ર છે :णियणियपरिणामाणं णियणियदव्वं पि कारणं होदि। अण्णं बाहिरदव्वं णिमित्तमित्तं वियाणेह।। २१७।। निजनिजपरिणामानां निजनिजद्रव्यं अपि कारणं भवति। अन्यत् बाह्यद्रव्यं निमित्तमात्रं विजानीत।। २१७ ।।
અર્થ- સર્વ દ્રવ્યો પોતપોતાના પરિણામોનાં ઉપાદાનPlease inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૧૨૫
કારણ છે અને અન્ય બાહ્ય દ્રવ્ય છે તે અન્યને નિમિત્તમાત્ર જાણો.
ભાવાર્થ:- જેમ ઘટ આદિને માટી ઉપાદાનકારણ છે અને ચાકદંડાદિ નિમિત્તકારણ છે, તેમ સર્વ દ્રવ્યો પોતપોતાના પરિણામનાં ઉપાદાનકારણ છે અને કાળદ્રવ્ય નિમિત્તકા૨ણ છે.
હવે કહે છે કે-બધાં દ્રવ્યોને જે પરસ્પર ઉપકાર છે તે સહકારીકારણભાવથી છે:
सव्वाणं दव्वाणं जो उवयारो हवेइ अण्णोष्णं । सो चिय कारणभावो हवदि हु सहयारिभावेण ।। २१८ । सर्वेषां द्रव्याणां यः उपकारः भवति अन्योन्यम् । सः च एव कारणभावः भवति स्फुटं सहकारिभावेन ।। २९८ ।।
અર્થ:- બધાંય દ્રવ્યોને જે પરસ્પર ઉપકાર છે તે સહકારીભાવથી કારણભાવ થાય છે અને તે પ્રગટ છે.
હવે દ્રવ્યોમાં સ્વભાવભૂત નાના (પ્રકારની) શક્તિ છે તેને કોણ નિષેધી શકે છે? તે કહે છે :
कालाइलद्धिजुत्ता णाणासत्तीहिं संजुदा अत्था । परिणममाणा हि सयं ण सक्कदे को वि वारेदुं ।। २१९।।
कालादिलब्धियुक्ताः नानाशक्तिभिः संयुताः अर्थाः । परिणममानाः हि स्वयं न शक्यते कः अपि वारयितुं ।। २९९ ।।
અર્થ::- નાના શક્તિયુક્ત બધાય પદાર્થો કાળાદિ લબ્ધિ સહિત થતાં સ્વયં પરિણમે છે. તેમને તેમ પરિણમતાં કોઈ અટકાવવા સમર્થ નથી.
ભાવાર્થ:- સર્વ દ્રવ્યો, પોતપોતાના પરિણામરૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ સામગ્રીને પામી પોતે જ ભાવરૂપ પરિણમે છે; તેમને કોઈ અટકાવી શકતું નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧ર૬]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા હવે વ્યવહારકાળનું નિરૂપણ કરે છે :जीवाण पुग्गलाणं जे सुहुमा बादरा य पज्जाया। तीदाणागदभूदा सो ववहारो हवे कालो।। २२०।। जीवानां पुद्गलानां ये सूक्ष्माः बादरा: च पर्यायाः। अतीतानागतभूताः सः व्यवहार: भवेत् कालः।। २२० ।।
અર્થ - જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યના સૂક્ષ્મ તથા બાદર પર્યાય છે તે અતીત (ભૂતકાળના) થયા, અનાગત અર્થાત્ આગામી થશે તથા વર્તમાન છે એ પ્રમાણે વ્યવહારકાળ હોય છે.
ભાવાર્થ- જીવ-પુદ્ગલના જે સ્થૂળ-સૂક્ષ્મ પર્યાય ભૂતકાળના થઈ ગયા તેમને અતીત નામથી કહ્યા, ભવિષ્યકાળના થશે તેમને અનાગત નામથી કહ્યા તથા જે વર્તે છે તેમને વર્તમાન નામથી કહ્યા. તેમને જેટલી વાર લાગે છે તેને જ વ્યવહારમાળ નામથી કહીએ છીએ. હવે જઘન્યપણે તો પર્યાયની સ્થિતિ એક સમય માત્ર છે અને મધ્યમ-ઉત્કૃષ્ટના અનેક પ્રકાર છે. ત્યાં, આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી પુદગલનો પરમાણુ મંદ ગતિએ જાય તેટલા કાળને એક સમય કહે છે. એ પ્રમાણે જઘન્યયુક્તા સંખ્યાતસમયને એક આવલી કહે છે, સંખ્યાત આવલીના સમૂહને એક ઉશ્વાસ કહે છે, સાત ઉશ્વાસનો એક સ્તોક કહે છે, સાત સ્તોકનો એક લવ કહે છે, સાડા આડત્રીસ લવની એક ઘડી કહે છે, બે ઘડીનું એક મુહૂર્ત કહે છે, ત્રીસ મુહૂર્તનો એક રાત્રિદિવસ કહે છે, પંદર રાત્રિદિવસનું એક પક્ષ કહે છે, બે પક્ષનો એક માસ કહે છે, બે માસની એક ઋતુ કહે છે, ત્રણ ઋતુનું એક અયન કહે છે અને બે અયનનું એક વર્ષ કહે છે, ઇત્યાદિ પલ્યસાગર-કલ્પ આદિ વ્યવહારકાળના અનેક પ્રકાર છે.
હવે અતીત, અનાગત, વર્તમાન પર્યાયોની સંખ્યા કહે છે :Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
सोऽनुप्रेक्षu]
[१२७ तेसु अतीदा णंता अणंतगुणिदा य भाविपज्जाया। एक्को वि वट्टमाणो एत्तियमित्तो वि सो कालो।। २२१।। तेषु अतीताः अनन्ताः अनन्तगुणिताः च भाविपर्यायाः। एक: अपि वर्तमान: एतावन्मात्रः अपि सः कालः ।। २२१।।
અર્થ- તે દ્રવ્યોના પર્યાયોમાં અતીત પર્યાય અનંત છે, અનાગત પર્યાય તેમનાથી અનંતગણી છે તથા વર્તમાન પર્યાય એક જ છે. એ જેટલા પર્યાય છે તેટલો જ તે વ્યવહાર કાળ છે.
એ પ્રમાણે દ્રવ્યોનું નિરૂપણ કર્યું. હવે દ્રવ્યોના કારણ-કાર્યભાવનું નિરૂપણ કરે છે:पुव्वपरिणामजुत्तं कारणभावेण वट्टदे दव्। उत्तरपरिणामजुदं तं चिय कजुं हे णियमा।। २२२।। पूर्वपरिणामयुक्तं कारणभावेन वर्तते द्रव्यम्। उत्तरपरिणामयुक्तं तत् एव कार्यं भवेत् नियमात्।। २२२।।
અર્થ - નિયમથી પૂર્વપરિણામ સહિત દ્રવ્ય છે તે કારણરૂપ છે તથા ઉત્તરપરિણામ સહિત દ્રવ્ય છે તે કાર્યરૂપ છે.
હવે વસ્તુના ત્રણેય કાળ વિષે કાર્ય-કારણભાવો નિશ્ચય २. छ:कारणकजुविसेसा तीसु वि कालेसु होंति वत्थूणं। एक्केक्कम्मि य समए पुव्युत्तरभावमासिजु।। २२३।। कारणकार्यविशेषाः त्रिषु अपि कालेषु भवन्ति वस्तूनाम्। एकैकस्मिन् च समये पूर्वोत्तरभावं आसाद्य ।। २२३।।
અર્થ- પૂર્વ તથા ઉત્તર પરિણામને પ્રાપ્ત થઈને ત્રણે
૧. જુઓ આગળ ગાથા ૩૦રની ટીકા.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮]
| [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા કાળમાં એકે એક સમયમાં વસ્તુના કારણ-કાર્યના વિશેષ (ભેદ) હોય છે.
ભાવાર્થ- વર્તમાનસમયમાં જે પર્યાય છે તે પૂર્વસમય સહિત વસ્તુનું કાર્ય છે. એ જ પ્રમાણે સર્વ પર્યાય જાણવી. એ રીતે પ્રત્યેક સમય કાર્ય-કારણભાવરૂપ છે.
હવે વસ્તુ અનંતધર્મ સ્વરૂપ છે એવો નિર્ણય કરે છે:संति अणंताणंता तीसु वि कालेसु सव्वदव्वाणि। सव्वं पि अणेयंतं तत्तो भणिदं जिणिंदेहिं।। २२४।। सन्ति अनन्तानन्ताः त्रिषु अपि कालेषु सर्वद्रव्याणि। सर्वं अपि अनेकान्तं तत: भणितं जिनेन्द्रैः।। २२४।।
અર્થ- સર્વ દ્રવ્ય છે તે ત્રણે કાળમાં અનંતાનંત છે-અનંત પર્યાયો સહિત છે; તેથી શ્રી જિનેન્દ્રદેવે સર્વ વસ્તુને અનેકાન્ત અર્થાત અનંતધર્મસ્વરૂપ કહી છે.
હવે કહે છે કે અનેકાન્તાત્મક વસ્તુ જ અર્થક્રિયાકારી છે:जं वत्थु अणेयंतं तं चिय कजं करेदि णियमेण। बहुधम्मजुदं अत्थं कजुकरं दीसदे लोए।। २२५ ।। यत् वस्तु अनेकान्तं तत् एव कार्यं करोति नियमेन। बहुधर्मयुतः अर्थः कार्यकर: दृश्यते लोके।। २२५ ।।
અર્થ- જે વસ્તુ અનેકાન્ત છે-અનેક ધર્મસ્વરૂપ છે તે જ નિયમથી કાર્ય કરે છે. લોકમાં પણ બહુધર્મયુક્ત પદાર્થ છે તે જ કાર્ય કરવાવાળો દેખાય છે.
ભાવાર્થ- લોકમાં નિત્ય-અનિત્ય, એક-અનેક ઈત્યાદિ અનેકધર્મયુક્ત વસ્તુ છે તે જ કાર્યકારી દેખાય છે. જેમ માટીનાં ઘટ આદિ અનેક કાર્ય બને છે તે જ માટી સર્વથા એકરૂપ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૧૨૯
નિત્યરૂપ વા અનેકરૂપ-અનિત્યરૂપ જ હોય તો તેમાં ઘટ આદિ કાર્ય બને નહિ. એ જ પ્રમાણે સર્વ વસ્તુ જાણવી.
હવે સર્વથા એકાન્તરૂપ વસ્તુ કાર્યકારી નથી એમ કહે છે:एयंतं पुणु दव्वं कज्जुं ण करेदि लेसमेत्तं पि । जं पुणु ण करदि कजं तं वुच्चदि केरिसं दव्वं ।। २२६ ।। एकान्तं पुनः द्रव्यं कार्यं न करोति लेशमात्रं अपि । तत् पुनः न करोति कार्यं तत् उच्यते कीदृशं द्रव्यम्।। २२६ ।।
અર્થ:- વળી એકાન્તસ્વરૂપ દ્રવ્ય છે તે લેશમાત્ર પણ કાર્ય કરતું નથી તથા જે કાર્ય જ ન કરે તે દ્રવ્ય જ કેવું? તે તો શૂન્યરૂપ જેવું છે.
ભાવાર્થ:- જે અર્થક્રિયારૂપ હોય તેને જ ૫રમાર્થરૂપ વસ્તુ કહી છે પણ જે અર્થક્રિયારૂપ નથી તે તો આકાશના ફૂલની માફક શૂન્યરૂપ છે.
હવે સર્વથા નિત્ય-એકાન્તમાં અર્થક્રિયાકારીપણાનો અભાવ દર્શાવે છેઃ
परिणामेण विहीणं णिचं दव्वं विणस्सदे णेव । णो उप्पज्जदि य सया एवं कजं कहं कुणदि ।। २२७ ।।
परिणामेन विहीनं नित्यं द्रव्यं विनश्यति नैव ।
न उत्पद्यते च सदा एवं कार्यं कथं कुरुते ।। २२७ ।।
અર્થ:- પરિણામ રહિત જે નિત્ય દ્રવ્ય છે તે કદી વિણશેઊપજે નહિ, તો તે કાર્ય શી રીતે કરે? એ પ્રમાણે જે કાર્ય ન કરે તે વસ્તુ જ નથી. જો તે ઊપજે- વિણશે તો સર્વથા નિત્યપણું ઠરતું નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
१30 ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
હવે ક્ષણસ્થાયી (સર્વથા અનિત્ય-બૌદ્ધ)ને કાર્યનો અભાવ દર્શાવે છેઃपुज्जयमित्तं तच्चं विणस्सरं खणे खणे वि अण्णणं । अण्णइदव्वविहीणं ण य कज्जुं किं पि साहेदि ।। २२८ ।। पर्यायमात्रं तत्त्वं विनश्वरं क्षणे क्षणे अपि अन्यत् अन्यत्। अन्वयिद्रव्यविहीनं न च कार्यं किमपि साधयति ।। २२८ ।।
અર્થ:- જો ક્ષણસ્થાયી-પર્યાયમાત્ર તત્ત્વ ક્ષણ-ક્ષણમાં અન્ય અન્ય થાય એવું વિનશ્વર માનીએ તો તે અન્વયી દ્રવ્યથી રહિત થતું થકુ કાંઈ પણ કાર્ય સાધતું નથી. ક્ષણસ્થાયી-વિનશ્વરને વળી કાર્ય शानुं ? ( न ४ होय. )
હવે અનેકાન્ત વસ્તુમાં જ કાર્યકા૨ણભાવ બને છે એમ દર્શાવે
छे:
णवणवकज्जविसेसा तीसु वि कालेसु होंति वत्थूण । एक्केक्कम्मि य समये पुव्युत्तरभवमासिज्ज ।। २२९ ।। नवनवकार्यविशेषाः त्रिपु अपि कालेषु भवन्ति वस्तूनाम् । एकैकस्मिन् च समये पूर्वोत्तरभावं आसाद्य ।। २२९।।
અર્થ:- ત્રણે કાળમાં એક એક સમયમાં પૂર્વ-ઉત્તર પરિણામનો આશ્રય કરી જીવાદિક વસ્તુઓમાં નવા નવા કાર્યવિશેષ થાય છે અર્થાત્ નવા નવા પર્યાય ઊપજે છે.
હવે પૂર્વ-ઉત્તરભાવમાં કારણ-કાર્યભાવ દઢ કરે છેઃपुव्वपरिणामजुत्तं कारणभावेण वट्टदे दव्वं । उत्तरपरिणामजुदं तं चिय कजं हवे णियमा ।। २३० ।।
पूर्वपरिणामयुक्तं कारणभावेन वर्त्तते द्रव्यं । उत्तरपरिणामयुतं तत् एव कार्यं भवेत् नियमात् ।। २३० ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૩૧
લોકાનુપ્રેક્ષા ]
અર્થ:- પૂર્વ પરિણામયુક્ત દ્રવ્ય છે તે તો કારણભાવથી વર્તે છે તથા તે જ દ્રવ્ય ઉત્તરપરિણામથી યુક્ત થાય ત્યારે કાર્ય થાય છે એમ તમે નિયમથી જાણો.
ભાવાર્થ:- જેમ પિંડરૂપે પરિણમેલ માટી તો કારણ છે અને તેનું, ઘટરૂપે પરિણમેલ માટી તે કાર્ય છે તેમ. પૂર્વપર્યાય (પ્રથમના પર્યાય)નું સ્વરૂપ કહી હવે જીવ ઉત્તરપર્યાયયુક્ત થયો ત્યારે તે જ કાર્યરૂપ થયો; એવો નિયમ છે. એ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ કહીએ છીએ.
હવે જીવદ્રવ્યને પણ એ જ પ્રમાણે અનાદિનિધન કાર્યકારણભાવ સાધે છે:जीवो अणाइणिहणो परिणममाणो हु णवणवं भावं। सामग्गीसु पवट्टदि कजाणि समासदे पच्छा।। २३१ ।। जीवः अनादिनिधनः परिणममानः स्फुटं नवं नवं भावम्। सामग्रीषु प्रवर्त्तते कार्याणि समाश्रयते पश्चात्।। २३१।।
અર્થ - જીવદ્રવ્ય છે તે અનાદિનિધન છે અને તે નવા નવા પર્યાયોરૂપે પ્રગટ પરિણમે છે; તે પ્રથમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની સામગ્રીમાં વર્તે છે પછી કાર્યને- પર્યાયને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ- જેમ કોઈ જીવ પહેલાં શુભ પરિણામરૂપે પ્રવર્તે છે પછી સ્વર્ગને પ્રાપ્ત થાય છે તથા (કોઈ જીવ) પહેલાં અશુભપરિણામરૂપે પ્રવર્તે છે પછી નરકાદિ પર્યાયને પ્રાપ્ત થાય છે, એમ સમજવું.
- હવે “જીવદ્રવ્ય પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં રહીને જ નવીન પર્યાયરૂપ કાર્ય કરે છે એમ કહે છે:
ससरूवत्थो जीवो कञ्जु साहेदि वट्टमाणं पि। खेत्ते एकम्मि ठिदो णियदव्वे संठिदो चेव।। २३२।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૨]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા स्वस्वरूपस्थः जीवः कार्यं साधयति वर्तमानं अपि। क्षेत्रे एकस्मिन् स्थितः निजद्रव्ये संस्थित: चैव।। २३२ ।।
અર્થ- જીવદ્રવ્ય છે તે પોતાના ચેતના સ્વરૂપમાં (ભાવમાં) પોતાના જ ક્ષેત્રમાં, પોતાના જ દ્રવ્યમાં તથા પોતાના પરિણમનરૂપ સમયમાં રહીને જ પોતાના પર્યાયસ્વરૂપ કાર્યને સાધે છે.
ભાવાર્થ- પરમાર્થથી વિચારીએ તો પોતાનાં જ દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવસ્વરૂપ થતો થકો જીવ, પર્યાયસ્વરૂપ કાર્યરૂપે પરિણમે છે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ છે તે તો નિમિત્તમાત્ર છે.
- હવે અન્યરૂપ થઈને કાર્ય કરે તો તેમાં દૂષણ દર્શાવે છે:ससरूवत्थो जीवो अण्णसरूवम्मि गच्छदे जदि हि। अण्णोण्णमेलणादो एकसरूवं हवे सव्वं ।। २३३ ।। स्वस्वरूपस्थः जीवः अन्यस्वरूपे गच्छेत् यदि हि। अन्योन्यमेलनात् एकस्वरूपं भवेत् सर्वं ।। २३३।।
અર્થ:- જો જીવ પોતાના સ્વરૂપમાં રહીને પણ પરસ્વરૂપમાં જાય તો પરસ્પર મળવાથી બધાંય દ્રવ્યો એકરૂપ બની જાય; એ મહાન દોષ આવે. પરંતુ એમ એકરૂપ કદી પણ થતો નથી એ પ્રગટ છે.
હવે સર્વથા એકરૂપ માનવામાં દૂષણ દર્શાવે છે:अहवा बंभसरूवं एक सव्वं पि मण्णदे जदि हि। चंडालबंभणाणं तो ण विसेसो हवे कोवि।। २३४ ।। अथवा ब्रह्मस्वरूपं एकं सर्वं अपि मन्यते यदि हि। चाण्डालब्राह्मणानां तत् न विशेष: भवेत् कः अपि।। २३४ ।।
અર્થ- જો સર્વથા એક જ વસ્તુ માની બધુંય બ્રહ્મનું સ્વરૂપ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૧૩૩
માનીએ તો બ્રાહ્મણ અને ચાંડાલનો કાંઈ પણ ભેદ રહેતો નથી.
ભાવાર્થ:- સર્વ જગતને એક બ્રહ્મસ્વરૂપ માનીએ તો નાનાં રૂપ (ભિન્નભિન્ન રૂપ ) ઠરતાં નથી. વળી ‘અવિધાથી નાનાં રૂપ દેખાય છે' એમ માનીએ તો એ અવિધા કોનાથી ઉત્પન્ન થઈ તે કહો ? જો ‘બ્રહ્મથી થઈ’ એમ કહો તો તે બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન છે? અથવા સત્પ છે કે અસત્આપ છે? અથવા તે એકરૂપ છે કે અનેકરૂપ છે? એ પ્રમાણે વિચાર કરતાં એમાંનું કાંઈ ઠરતું નથી. માટે વસ્તુનું સ્વરૂપ અનેકાન્ત જ સિદ્ધ થાય છે અને એ જ સત્યાર્થ છે.
હવે તત્ત્વને અણુમાત્ર માનવામાં દૂષણ દર્શાવે છેઃअणुपरिमाणं तच्चं अंसविहीणं च मण्णदे जदि हि । तो संबंधाभावो तत्तो वि ण कजुसंसिद्धि ।। २३५ ।।
अणुपरिमाणं तत्त्वं अंशविहीनं च मन्यते यदि हि । तत् सम्बन्धाभावः ततः अपि न कार्यसंसिद्धिः।। २३५।।
અર્થ:- જો એક વસ્તુ સર્વગત-વ્યાપક ન માનવામાં આવે પણ અંશરહિત, અણુપરિમાણ તત્ત્વ માનવામાં આવે તો બે અંશના તથા પૂર્વ-ઉત્તર અંશના સંબંધના અભાવથી એવી અણુમાત્ર વસ્તુથી કાર્યની સિદ્ધિ થતી નથી.
ભાવાર્થ:- નિરંશ, ક્ષણિક અને નિરન્વયી વસ્તુમાં અર્થક્રિયા થાય નહિ; માટે વસ્તુને કંથચિત્ અંશસહિત, નિત્ય તથા અન્વયી માનવા યોગ્ય છે.
હવે દ્રવ્યમાં એકત્વપણાનો નિશ્ચય કરે છે:
सव्वाणं दव्वाणं दव्वसरूवेण होदि एयत्तं । णियणियगुणभेण हि सव्वाणि वि होंति भिण्णाणि ।। २३६ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા सर्वेषां द्रव्याणां द्रव्यस्वरूपेण भवति एकत्वम्। निजनिजगुणभेदेन हि सर्वाणि अपि भवन्ति भिन्नानि।। २३६ ।।
અર્થ - બધાય દ્રવ્યોને દ્રવ્યસ્વરૂપથી તો એકત્વપણું છે તથા પોતપોતાના ગુણોના ભેદથી સર્વ દ્રવ્યો ભિન્નભિન્ન છે.
ભાવાર્થ- દ્રવ્યનું લક્ષણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ સત્ છે. હવે એ સ્વરૂપથી તો સર્વને એકપણું છે. તથા ચેતનતા-અચેતનતા આદિ પોતપોતાના ગુણથી ભેદરૂપ છે માટે ગુણના ભેદથી બધાં દ્રવ્યો ન્યારો ન્યારાં છે. વળી એક દ્રવ્યને ત્રિકાળવર્તી અનંત પર્યાય છે, તે બધા પર્યાયોમાં દ્રવ્યસ્વરૂપથી તો એકતા જ છે; જેમ ચેતનના પર્યાય બધા ચેતનસ્વરૂપ છે. તથા પ્રત્યેક પર્યાય પોતપોતાના સ્વરૂપથી ભિન્નભિન્ન પણ છે, ભિન્નભિન્નકાળવાર્તા છે તેથી ભિન્નભિન્ન કહીએ છીએ; પરંતુ તેમને પ્રદેશભેદ નથી. તેથી એક જ દ્રવ્યના અનેક પર્યાય હોય છે તેમાં વિરોધ નથી. ' હવે દ્રવ્યને ગુણ-પર્યાયસ્વભાવપણું દર્શાવે છે:
जो अत्थो पडिसमयं उप्पादव्वयधुवत्तसब्भावो। गुणपजुयपरिणामो सो संतो भण्णदे समये।। २३७।।
यः अर्थः प्रतिसमयं उत्पादव्ययध्रुवत्वसद्भावः। गुणपर्यायपरिणामः सः सत् भण्यते समये।। २३७।।
અર્થ- અર્થ એટલે વસ્તુ છે, તે સમયે સમયે ઉત્પાદ-વ્યયધ્રૌવ્યપણાના સ્વભાવરૂપ છે; અને તેને ગુણ-પર્યાય પરિણામસ્વરૂપ સત્ત્વ સિદ્ધાંતમાં કહ્યું છે.
ભાવાર્થ- જીવાદિ વસ્તુ છે તે ઊપજવું, વિણસવું અને સ્થિર રહેવું એ ત્રણે ભાવમય છે, અને જે વસ્તુ ગુણ-પર્યાય પરિણામસ્વરૂપ છે તે જ સત્ છે. જેમ જીવદ્રવ્યનો ચેતના ગુણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[ ૧૩૫ છે, તેનું સ્વભાવ-વિભાવરૂપ પરિણમન છે તથા સમયે સમયે પરિણમે છે તે પર્યાય છે. એ જ પ્રમાણે પુગલદ્રવ્યના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ગુણ છે; તે સમયે સમયે સ્વભાવ કે વિભાવરૂપે પરિણમે છે તે પર્યાય છે. એ પ્રમાણે બધાં દ્રવ્યો ગુણ-પર્યાય પરિણામસ્વરૂપ પ્રગટ છે.
હવે દ્રવ્યોના ઉત્પાદ-વ્યય તે શું છે? તે કહે છે:पडिसमयं परिणामो पुव्वो णस्सेदि जायदे अण्णो। वत्थुविणासो पढमो उववादो भण्णदे बिदिओ।। २३८ ।। प्रतिसमयं परिणाम: पूर्व: नश्यति जायते अन्यः। वस्तुविनाशः प्रथम: उपपाद: भण्यते द्वितीयः ।। २३८ ।।
અર્થ:- વસ્તુનો પરિણામ સમયે સમયે પ્રથમનો તો વિણશે છે. અને અન્ય ઊપજે છે, ત્યાં પહેલા પરિણામરૂપ વસ્તુનો તો નાશ-વ્યય છે તથા અન્ય બીજ પરિણામ ઉપજ્યો તેને ઉત્પાદ કહીએ છીએ. એ પ્રમાણે ઉત્પાદ-વ્યય થાય છે.
હવે દ્રવ્યના ધ્રુવપણાનો નિશ્ચય કહે છે:णो उप्पजुदि जीवो दव्वसरूवेण णेव णस्सेदि। तं चेव दव्वमित्तं णिच्चत्तं जाण जीवस्स।। २३९ ।।
नो उत्पद्यते जीवः द्रव्यस्वरूपेण नैव नश्यति। तत् च एव द्रव्यमानं नित्यत्वं जानीहि जीवस्य।। २३९ ।।
અર્થ - જીવદ્રવ્ય, દ્રવ્યસ્વરૂપથી તો નથી નાશને પ્રાપ્ત થતું કે નથી ઊપજતું; તેથી દ્રવ્યમાત્રથી જીવને નિત્યપણું સમજવું.
ભાવાર્થ- એ જ ધ્રુવપણું છે કે જીવ, સત્તા અને ચેતનતાથી તો ઊપજતો- વિણસતો નથી અર્થાત્ જીવ, કોઈ નવો ઊપજતો કે વિણસતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા હવે દ્રવ્યપર્યાયનું સ્વરૂપ કહે છે:अण्णइरूवं दव्वं विसेसरूवो हवेइ पज्जाओ। दव्वं पि बिसेसेण हि उप्पज्जुदि णस्सदे सददं ।। २४०।। अन्वयिरूपं द्रव्यं विशेषरूपः भवति पर्यायः। द्रव्यं अपि विशेषेण हि उत्पद्यते नश्यति सततम्।। २४०।।
અર્થ:- જીવાદિ વસ્તુ અન્વયરૂપ (સામાન્યરૂ૫ )થી દ્રવ્ય છે અને તે જ વિશેષરૂપથી પર્યાય છે. વળી વિશેષરૂપથી દ્રવ્ય પણ નિરંતર ઊપજે-વિણસે છે.
ભાવાર્થ- અવયરૂપ પર્યાયોમાં સામાન્યભાવને દ્રવ્ય કહે છે તથા વિશેષભાવ છે તે પર્યાય છે. તેથી વિશેષરૂપથી દ્રવ્યને પણ ઉત્પાદ-વ્યયસ્વરૂપ કહે છે. પરંતુ એમ નથી કે પર્યાય, દ્રવ્યથી જુદો જ ઊપજે-વિણસે છે. અભેદવિવક્ષાથી દ્રવ્ય જ ઊપજે- વિણસે છે તથા ભેદવિવક્ષાથી (દ્રવ્ય અને પર્યાયને) જુદા પણ કહીએ છીએ.
હવે ગુણનું સ્વરૂપ કહે છે:सरिसो जो परिणामो अणाइणिहणो हवे गुणो सो हि। सो सामण्णसरूवो उप्पज्जुदि णस्सदे णेय।। २४१।। सदृशः यः परिणामः अनादिनिधनः भवेत् गुणः सः हि। सः सामान्यस्वरूपः उत्पद्यते नश्यति नैव।। २४१।।
અર્થ - દ્રવ્યનો જે પરિણામ (ભાવ) સદેશ અર્થાત્ પૂર્વ-ઉત્તર બધીય પર્યાયોમાં સમાન હોય-અનાદિનિધન હોય તે જ ગુણ છે. અને તે સામાન્યસ્વરૂપથી ઊપજતો-વિણસતો નથી.
ભાવાર્થ- જેમ જીવદ્રવ્યનો ચેતનગુણ તેની સર્વ પર્યાયોમાં મોજૂદ છે- અનાદિનિધન છે, તે સામાન્યસ્વરૂપથી ઊપજતો-વિણસતો નથી પણ વિશેષરૂપથી પર્યાયમાં વ્યક્તરૂપ (પ્રગટરૂપ)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[ ૧૩૭
થાય જ છે, એવો ગુણ છે. તેવી રીતે બધાંય દ્રવ્યોમાં પોતપોતાના સાધારણ (સામાન્ય ) તથા અસાધારણ (વિશેષ ) ગુણો સમજવા.
હવે કહે છે કે દ્રવ્ય, ગુણ અને પર્યાયોનું એકપણું છે તે જ ૫રમાર્થે વસ્તુ છેઃ
सो वि विणस्सदि जायदि विसेसरूवेण सव्वदव्वेसु । दव्वगुणपज्जयाणं एयत्तं वत्थु
सः अपि विनश्यति जायते विशेषरूपेण सर्वद्रव्येषु । द्रव्यगुणपर्यायाणां एकत्वं वस्तु परमार्थं ।। २४२ ।।
પરમત્નું।।૨૪૨।।
અર્થ:- સર્વ દ્રવ્યોમાં જે ગુણ છે તે પણ વિશેષરૂપથી ઊપજેવિણશે છે. એ પ્રમાણે દ્રવ્ય-ગુણ-પર્યાયોનું એકપણું છે અને તે જ ૫૨માર્થભૂત વસ્તુ છે.
ભાવાર્થ:- ગુણનું સ્વરૂપ એવું નથી કે જે વસ્તુથી ભિન્ન જ હોય-નિત્યરૂપ સદા રહે છે. ગુણ-ગુણીને કથંચિત્ અભેદપણું છે તેથી જે પર્યાય ઊપજે-વિણસે છે તે ગુણ-ગુણીનો વિકાર છે (વિશેષ આકાર છે). એટલા માટે ગુણને પણ ઊપજતા- વિણસતા કહીએ છીએ. એવું જ નિત્યાનિત્યાત્મક વસ્તુનું સ્વરૂપ છે. એ પ્રમાણે દ્રવ્યગુણ-પર્યાયોની એકતા એ જ ૫૨માર્થભૂત વસ્તુ છે.
હવે આશંકા થાય છે કે-દ્રવ્યોમાં પર્યાય વિદ્યમાન ઊપજે છે કે અવિદ્યમાન ઊપજે છે? એવી આશંકાનું સમાધાન કરે છે:
जदि दव्वे पज्जाया वि विजमाणा तिरोहिदा संति । ता उप्पत्ति विहला पडपिहिदे देवदत्तिव्व ।। २४३ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮]
[સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા यदि द्रव्ये पर्यायाः अपि विद्यमानाः तिरोहिताः सन्ति। तत् उत्पत्ति: विफला पटपिहिते देवदत्ते इव।। २४३।।
અર્થ:- જો “દ્રવ્યમાં પર્યાયો છે તે પણ વિદ્યમાન છે અને તિરોહિત એટલે ઢંકાયેલા છે” એમ માનીએ તો ઉત્પત્તિ કહેવી જ વિફલ (વ્યર્થ) છે. જેમ દેવદત્ત કપડાથી ઢંકાયેલો હતો તેને ઉઘાડયો
એટલે કહે છે કે “આ ઊપજ્યો', પણ એમ ઊપજવું કહેવું તે વાસ્તવિક નથી-વ્યર્થ છે; તેમ દ્રવ્યમાં પર્યાય ઢાંકી-ઊઘડીને ઊપજતી કહેવી તે પરમાર્થ નથી. માટે દ્રવ્યમાં અવિદ્યમાન પર્યાયની જ ઉત્પત્તિ કહીએ છીએ.
सव्वाण पज्जयाणं अविजमाणाण होदि उप्पत्ती। कालाईलद्धीए अणाइणिहणम्मि दव्वम्मि।। २४४।। सर्वेषां पर्यायाणां अविद्यमानानां भवति उत्पत्तिः। कालादिलब्ध्या अनादिनिधने द्रव्ये।। २४४।।
અર્થ- અનાદિનિધન દ્રવ્યમાં કાળાદિ લબ્ધિથી સર્વ પર્યાયોની અવિદ્યમાન જ ઉત્પત્તિ છે.
ભાવાર્થ- અનાદિનિધન દ્રવ્યમાં કાળાદિ લબ્ધિથી અવિધમાન અર્થાત્ અણછાતી પર્યાય જ ઊપજે છે. પણ એમ નથી કે “બધી પર્યાયો એક જ સમયમાં વિધમાન છે તે ઢંકાતી-ઊઘડતી જાય છે.” પરંતુ સમયે સમયે ક્રમપૂર્વક નવીન નવીન જ પર્યાયો ઊપજે છે. દ્રવ્ય તો ત્રિકાળવર્તી સર્વ પર્યાયોનો સમુદાય છે અને કાળભેદથી પર્યાયો ક્રમે થાય છે.
હવે દ્રવ્ય અને પર્યાયોને કથંચિત્ ભેદ-અભેદપણું દર્શાવે છે:दव्वाण पज्जयाणं धम्मविवक्खाए कीरए भेओ। वत्थुसरूवेण पुणो ण हि भेदो सक्कदे काउं।। २४५।। Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા]
[૧૩૯ द्रव्याणां पर्यायाणां धर्मविवक्षया क्रियते भेदः। वस्तुस्वरूपेण पुनः न हि भेदः शक्यते कर्तुम्।। २४५।।
અર્થ - દ્રવ્ય અને પર્યાયમાં ધર્મ-ધર્મીની વિવક્ષાથી ભેદ કરવામાં આવે છે; પરંતુ વસ્તુસ્વરૂપથી ભેદ થઈ શકતો નથી.
ભાવાર્થ:- દ્રવ્ય એ પર્યાયમાં ધર્મ-ધર્મીની વિવક્ષાથી ભેદ કરવામાં આવે છે અર્થાત્ દ્રવ્ય ધર્મી છે અને પર્યાય ધર્મ છે. વસ્તુપણે એ બંને અભેદ જ છે. કોઈ નૈયાયિકાદિક ધર્મ-ધર્મીમાં સર્વથા ભેદ માને છે, તેમનો મત પ્રમાણબાધિત છે.
હવે દ્રવ્ય અને પર્યાયમાં સર્વથા ભેદ માને છે તેમના મતમાં દૂષણ દર્શાવે છે:जदि वत्थुदो विभेदो पज्जुयदव्वाण मण्णसे मूढ। तो णिरवेक्खा सिद्धी दोहं पि य पावदे णियमा।। २४६।। यदि वस्तुत: विभेद: पर्यायद्रव्ययो: मन्यसे मूढ। ततः निरपेक्षा सिद्धिः द्वयोः अपि च प्राप्नोति नियमात्।। २४६ ।।
અર્થ- દ્રવ્ય અને પર્યાયમાં (સર્વથા) ભેદ માને છે તેને કહે છે કે-હે મૂઢ! જો તું દ્રવ્ય અને પર્યાયમાં વસ્તુપણાથી પણ ભેદ માને છે તો દ્રવ્ય અને પર્યાય બંનેની નિરપેક્ષ સિદ્ધિ નિયમથી પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ - (એમ માનતાં) દ્રવ્ય અને પર્યાય જુદી જુદી વસ્તુ ઠરે છે પણ તેમાં ધર્મ-ધર્મીપણું ઠરતું નથી.
હવે જેઓ વિજ્ઞાનને જ અદ્વિત કહે છે અને બાહ્ય પદાર્થ માનતા નથી તેમના મતમાં દૂષણ દર્શાવે છે:जदि सव्वमेव णाणं णाणारूवेहिं संठिदं एक्कं । तो ण वि किं पि विणेयं णेयेण विणा कहं णाणं ।। २४७।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૦]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા यदि सर्वं एव ज्ञानं नानारूपैः संस्थितं एकम्। तत् न अपि किमपि विज्ञेयं ज्ञेयेन बिना कथं ज्ञानम्।। २४७।।
અર્થ- જો બધીય વસ્તુ એક જ્ઞાન જ છે અને તે જ નાનારૂપથી સ્થિત છે રહે છે તો એમ માનતાં શેય કાંઈ પણ ન કર્યું, અને શેય વિના જ્ઞાન જ કેવી રીતે ઠરશે ?
ભાવાર્થ- વિજ્ઞાનાતવાદી–બૌદ્ધમતી કહે છે કે “જ્ઞાનમાત્ર જ તત્ત્વ છે અને તે જ નાનારૂપથી બિરાજે છે. તેને કહે છે કે જો જ્ઞાનમાત્ર જ છે તો જ્ઞય કાંઈ પણ ન રહ્યું અને શેય નથી તો જ્ઞાન કેવી રીતે કહો છો ? કારણ કે શેયને જાણે તે જ જ્ઞાન કહેવાય છે પણ શેય વિના જ્ઞાન નથી. घडपडजडदव्वाणि हि यसरूवाणि सुप्पसिद्धाणि। णाणं जाणेदि जदो अप्पादो भिण्णरूवाणि।। २४८।।
घटपटजडद्रव्याणि हि ज्ञेयस्वरूपाणि सुप्रसिद्धानि। ज्ञानं जानाति यत: आत्मनः भिन्नरूपाणि।। २४८।।
અર્થ:- ઘટ, પટ આદિ સમસ્ત જડ દ્રવ્યો જ્ઞયસ્વરૂપથી ભલા પ્રકારે પ્રસિદ્ધ છે અને તેમને જ્ઞાન જાણે છે તેથી તેઓ આત્માથીજ્ઞાનથી ભિન્નરૂપ જુદાં ઠરે છે.
ભાવાર્થ- જડદ્રવ્ય એવા શેયપદાર્થો આત્માથી ભિન્નરૂપ જાદા જુદા પ્રસિદ્ધ છે તેનો લોપ શી રીતે કરી શકાય? જો તેને ન માનવામાં આવે તો જ્ઞાન પણ ન ઠરે, કારણ કે જાણ્યા વિના જ્ઞાન શાનું? जं सव्वलोयसिद्धं देहं गेहादिबाहिरं अत्थं। जो तं पि णाण मण्णदि ण मुणदि सो णाणणामं पि।। २४९ ।। यत् सर्वलोकसिद्धं देहं गेहादिबाह्यं अर्थं । यः तदपि ज्ञानं मन्यते न जानाति स: ज्ञाननाम अपि।। २४९ ।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૧૪૧ અર્થ:- દેહ-મકાન આદિ બાહ્ય પદાર્થો સર્વલોકપ્રસિદ્ધ છે તેમને પણ જો જ્ઞાન જ માનશો, તો તે વાદી જ્ઞાનનું નામ પણ જાણતો નથી.
ભાવાર્થ- બાહ્ય પદાર્થને પણ જ્ઞાન જ માનવાવાળો જ્ઞાનનું સ્વરૂપ જ જાણતો નથી એ તો દૂર રહો, પણ જ્ઞાનનું નામ પણ જાણતો નથી.
હવે નાસ્તિવાદી પ્રત્યે કહે છે:अच्छीहिं पिच्छमाणो जीवाजीवादि- बहुविहं अत्थं। जो भणदि णत्थि किंचि वि सो झुठ्ठाणं महाझुठो।। २५०।। अक्षिभ्यां प्रेक्षमाणः जीवाजीवादि- बहुविधं अर्थम्। यः भणति नास्ति किञ्चिदपि सः जुष्टानां महाजुष्टः।। २५० ।।
અર્થ- જે નાસ્તિકવાદી જીવ-અજીવાદિ ઘણા પ્રકારના પદાર્થોને આંખો વડે પ્રત્યક્ષ દેખતો હોવા છતાં પણ કહે છે કે કાંઈ પણ નથી” તે અસત્યવાદીઓમાં પણ મહીં અસત્યવાદી છે.
ભાવાર્થ- પ્રત્યક્ષ દેખાતી વસ્તુને પણ “નથી' એમ કહેનારો મહા જpઠો છે. जं सव्वं पि य संतं ता सो वि असंतओ कहं होदि। णत्थि त्ति किंचि तत्तो अहवा सुण्णं कहं मुणदि।। २५१ ।। यत् सर्वं अपि च सत् तत् सः अपि असत्कः कथं भवति। नास्ति इति किञ्चित् ततः अथवा शून्यं कथं जानाति।। २५१ ।।
અર્થ:- સર્વ વસ્તુ સતરૂપ છે-વિદ્યમાન છે, તે વસ્તુ અસરૂપ-અવિદ્યમાન કેમ થાય? અથવા “કાંઈ પણ નથી” એવું તો શૂન્ય છે, એમ પણ કેવી રીતે જાણે?
ભાવાર્થ:- છતી ( વિધમાન-પ્રગટ-મોજૂદ ) વસ્તુ અછતી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
,
પણ નથી ’ તો એવું પછી ‘શૂન્ય છે' એમ
૧૪૨]
( અવિદ્યમાન ) કેમ થાય ? તથા કહેવાવાળો જાણવાવાળો પણ ન કોણે જાણ્યું ?
‘ કાંઈ
રહ્યો,
હવે આ જ ગાથા પાઠાન્તરરૂપે આ પ્રમાણે છેઃ
जदि सव्वं पि असतं ता सो वि य संतओ कहं भणदि । णत्थि त्ति किं पि तच्चं अहवा सुण्णं कहं मुणदि ।। यदि सर्वं अपि असत् तत् सः अपि च सत्कः कथं भणति । नास्ति इति किमपि तत्त्वं अथवा शून्यं कथं जानाति ।
અર્થ:- જો બધીય વસ્તુ અસત્ છે તો (અસત્ છે) એમ કહેવાવાળો નાસ્તિકવાદી પણ અસરૂપ ઠર્યો, તો પછી ‘કોઈપણ તત્ત્વ નથી' એમ તે કેવી રીતે કહે છે? અથવા કહેવાવાળો પણ નથી,’ તો શૂન્ય છે એમ શી રીતે જાણે છે?
"
,
ભાવાર્થ:- પોતે પ્રગટ વિધમાન છે અને કહે છે કે ‘કાંઈ પણ નથી ' પણ એમ કહેવું એ મોટું અજ્ઞાન છે; તથા શૂન્યતત્ત્વ કહેવું એ તો માત્ર પ્રલાપ (ફોગટ બકવાદ) જ છે, કારણ કે કહેવાવાળો જ નથી તો આ કહે છે કોણ ? તેથી નાસ્તિત્વવાદી માત્ર પ્રલાપી (મિથ્યા બકવાદી ) છે.
किं बहुणा उत्तेण य जेत्तियमेत्ताणि संति णामाणि । तेत्तियमेत्ता अत्था संति ते णियमेण परमत्था ।। २५२।।
किं बहुना उक्तेन च यावन्मात्राणि सन्ति नामानि । તાવન્માત્રા: અર્થા: સન્તિ 7 નિયેન પરમાર્થા:।। ૨।।
અર્થ:- ઘણું કહેવાથી શું? જેટલાં નામ છે તેટલા જ નિયમથી પદાર્થો ૫રમાર્થરૂપે છે.
ભાવાર્થ:- જેટલાં નામ છે તેટલા સત્યાર્થરૂપ પદાર્થો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
सोडानुप्रेक्षu]
[१४३ ઘણું કહેવાથી બસ થાઓ ! એ પ્રમાણે પદાર્થોનું સ્વરૂપ કહ્યું.
હવે, એ પદાર્થોને જાણવાવાળું જ્ઞાન છે તેનું સ્વરૂપ કહે છે:णाणाधम्मेहिं जुदं अप्पाणं तह परं पि णिच्छयदो। जं जाणेदि सजोगं तं णाणं भण्णदे समए।। २५३ ।। नानाधG: युतं आत्मानं तथा परं अपि निश्चयतः। यत् जानाति स्वयोग्यं तत् ज्ञानं भण्यते समये।। २५३ ।।
અર્થ- જે નાના ધર્મો સહિત આત્માને તથા પરદ્રવ્યોને પોતાની યોગ્યતાનુસાર જાણે છે તેને સિદ્ધાન્તમાં નિશ્ચયથી જ્ઞાન કહે છે.
ભાવાર્થ- પોતાના આવરણના ક્ષયોપશમ કે ક્ષય અનુસાર જાણવાયોગ્ય પદાર્થ જે પોતે તથા પર, તેને જે જાણે છે તે જ્ઞાન છે. એ સામાન્યજ્ઞાનનું સ્વરૂપ કહ્યું.
હવે સર્વપ્રત્યક્ષ એવા કેવળજ્ઞાનનું સ્વરૂપ કહે છેઃजं सव्वं पि पयासदि दव्वपज्जायसंजुदं लोयं। तह य अलोयं सव्वं तं णाणं सव्वपच्चक्खं ।। २५४ ।। यत् सर्वं अपि प्रकाशयति द्रव्यपर्यायसंयुतं लोकम्। तथा च अलोकं सर्वं तत् ज्ञानं सर्वप्रत्यक्षम्।। २५४ ।।
અર્થ:- જે જ્ઞાન, દ્રવ્ય-પર્યાયસહિત સર્વ લોક તથા સર્વ અલોકને પ્રકાશે છે- જાણે છે તે સર્વપ્રત્યક્ષ કેવળજ્ઞાન છે.
३. नसर्वात. हे छ:सव्वं जाणदि जम्हा सव्वगयं तं पि वुच्चदे तम्हा। ण य पुण विसरदि णाणं जीवं चइऊण अण्णत्थ।। २५५ ।। सर्वं जानाति यस्मात् सर्वगतं तदपि उच्यते तस्मात्। न च पुन: विसरति ज्ञानं जीवं त्यक्त्वा अन्यत्र।। २५५ ।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા અર્થ:- જ્ઞાન સર્વ લોક-અલોકને જાણે છે તેથી જ્ઞાનને સર્વગત પણ કહીએ છીએ, વળી જ્ઞાન છે તે જીવને છોડી અન્ય જ્ઞયપદાર્થોમાં જતું નથી.
ભાવાર્થ- જ્ઞાન સર્વ લોકાલોકને જાણે છે તેથી તેને સર્વગત વા સર્વવ્યાપક કહીએ છીએ. પરંતુ તે જીવદ્રવ્યનો ગુણ છે માટે જીવને છોડી અન્ય પદાર્થોમાં જતું નથી.
હવે “જ્ઞાન જીવના પ્રદેશોમાં રહીને જ સર્વને જાણે છે” એમ કહે છે:णाणं ण जादि णेयं णेयं पि ण जादि णाणदेसम्मि। णियणियदेसठियाणं ववहारो णाणणेयाणं ।। २५६ ।।
ज्ञानं न याति ज्ञेयं ज्ञेयं अपि न याति ज्ञानदेशे। निजनिजदेशस्थितानां व्यवहार: ज्ञानज्ञेयानाम्।। २५६ ।।
અર્થ - જ્ઞાન છે તે યમાં જતું નથી તથા જ્ઞય પણ જ્ઞાનના પ્રદેશોમાં આવતાં નથી; પોતપોતાના પ્રદેશોમાં રહે છે, તોપણ જ્ઞાન તથા શેયમાં શૈય-જ્ઞાયક વ્યવહાર છે.
ભાવાર્થ:- જેમ દર્પણ પોતાના ઠેકાણે છે અને ઘટાદિક વસ્તુ પોતાના ઠેકાણે છે, છતાં દર્પણની સ્વચ્છતા એવી છે કે જાણે ઘટ દર્પણમાં આવીને જ બેઠો હોય ! એ જ પ્રમાણે જ્ઞાન-જ્ઞયનો વ્યવહાર જાણવો.
હવે મન:પર્યય-અવધિજ્ઞાન તથા મતિ-શ્રુતજ્ઞાનનું સામર્થ્ય કહે છે:मणपजुयविण्णाणं ओहीणाणं च देसपच्चक्खं। मइसुयणाणं कमसो विसदपरोक्खं परोक्खं च।। २५७ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા]
[૧૪૫ मनःपर्ययविज्ञानं अवधिज्ञानं च देशप्रत्यक्षम्। मतिश्रुतज्ञानं क्रमशः विशदपरोक्षं परोक्षं च।। २५७।।
અર્થ - મન:પર્યયજ્ઞાન તથા અવધિજ્ઞાન એ બને તો દેશપ્રત્યક્ષ છે; મતિજ્ઞાન છે તે વિશદ એટલે પ્રત્યક્ષ પણ છે તથા પરોક્ષ પણ છે, તથા શ્રુતજ્ઞાન છે તે પરોક્ષ જ છે.
ભાવાર્થ:- મન:પર્યયજ્ઞાન-અવધિજ્ઞાન છે તે એકદેશપ્રત્યક્ષ છે કારણ કે જેટલો પોતાનો વિષય છે તેટલાને તો વિશદ-સ્પષ્ટ જાણે છે; સર્વને જાણતું નથી માટે તેને એકદેશ કહીએ છીએ. મતિજ્ઞાન છે તે ઇન્દ્રિય-મનથી ઊપજે છે માટે વ્યવહારથી ઇન્દ્રિયના સંબંધથી તેને વિશદ પણ કહીએ છીએ; એ પ્રમાણે તે પ્રત્યક્ષ પણ છે; પરંતુ પરમાર્થથી તો તે પરોક્ષ જ છે. તથા શ્રુતજ્ઞાન છે તે પરોક્ષ જ છે કારણ કે તે વિશદ-સ્પષ્ટ જાણતું નથી.
હવે ઇન્દ્રિયજ્ઞાન યોગ્ય વિષયને જાણે છે એમ કહે છે:इंदियजं मदिणाणं जोग्गं जाणेदि पुग्गलं दव्वं । माणसणाणं च पुणो सुयविसयं अक्खविसयं च।। २५८ ।। इन्द्रियजं मतिज्ञानं योग्यं जानाति पुद्गलं द्रव्यम्। मानसज्ञानं च पुनः श्रुतविषयं अक्षविषयं च।। २५८ ।।
અર્થ- ઇન્દ્રિયોથી ઉત્પન્ન જે મતિજ્ઞાન છે તે પોતાને યોગ્ય વિષય જે પુદગલદ્રવ્ય તેને જાણે છે. જે ઇન્દ્રિયનો જેવો વિષય છે તેવો જ જાણે છે. મનસંબંધી જ્ઞાન છે તે શ્રુતવિષય (અર્થાત્ શાસ્ત્રવચનને સાંભળે છે, તેના અર્થને જાણે છે) તથા ઈન્દ્રિયથી જાણવામાં આવે તેને પણ જાણે છે.
હવે ઇન્દ્રિયજ્ઞાનના ઉપયોગની પ્રવૃત્તિ અનુક્રમથી છે એમ કહે છે:
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #173
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા पंचेंदियणाणाणं मज्झे एगं होदि उवजुत्तं। मणणाणे उवजुत्ते इंदियणाण ण जाएदि।। २५९ ।। पञ्चेन्द्रियज्ञानानां मध्ये एकं च भवति उपयुक्तम्। मनोज्ञाने उपयुक्ते इन्द्रियज्ञानं न जायते।। २५९ ।।
અર્થ- પાંચ ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે પણ તેમાંથી કોઈ એક ઇન્દ્રિયદ્વારથી જ્ઞાન ઉપયુક્ત ( જોડાવું ) થાય છે પરંતુ પાંચે એકસાથએકકાળે ઉપયુક્ત થતાં નથી. વળી મનોજ્ઞાનથી ઉપયુક્ત થાય ત્યારે ઇન્દ્રિયજ્ઞાન ઊપજતું નથી.
ભાવાર્થ- ઇન્દ્રિય-મન સંબંધી જ્ઞાનની પ્રવૃત્તિ યુગપત્ (એકસાથ) થતી નથી પણ એક કાળમાં એક જ જ્ઞાનથી ઉપયુક્ત થાય છે. જ્યારે આ જીવ ઘટને જાણતો હોય ત્યારે તે કાળમાં પટને જાણતો નથી. એ પ્રમાણે એ જ્ઞાન ક્રમરૂપ છે.
હવે, ઇન્દ્રિય-મનસંબંધી જ્ઞાનની ક્રમથી પ્રવૃત્તિ કહી તો ત્યાં આશંકા થાય છે કે ઇન્દ્રિયોનું જ્ઞાન એક કાળમાં છે કે નહિ? એ આશંકાને દૂર કરવા કહે છે:एके काले एगं णाणं जीवस्स होदि उवजुत्तं। णाणाणाणाणि पुणो लद्धिसहावेण वुचंत्ति।। २६०।। एकस्मिन् काले एकं ज्ञानं जीवस्य भवति उपयुक्तम्। नानाज्ञानानि पुनः लब्धिस्वभावेन उच्यन्ते।।२६०।।
અર્થ - જીવને એક કાળમાં એક જ જ્ઞાન ઉપયુક્ત અર્થાત ઉપયોગની પ્રવૃત્તિ થાય છે; અને લબ્ધિસ્વભાવથી એક કાળમાં નાનાં જ્ઞાન કહ્યાં છે.
ભાવાર્થ- ભાવઈન્દ્રિય બે પ્રકારની કહી છે. એક લબ્ધિરૂપ તથા બીજી ઉપયોગરૂપ. ત્યાં જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી આત્મામાં જાણવાની શક્તિ થાય તેને લબ્ધિ કહે છે અને તે તો પાંચ ઇન્દ્રિય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[ ૧૪૭ તથા મન દ્વારા-જાણવાની શક્તિ એક કાળમાં જ રહે છે, પરંતુ તેમાં ઉપયોગની વ્યક્તિરૂપ પ્રવૃત્તિ છે તે જ્ઞય પ્રત્યે ઉપયુક્ત થાય છે ત્યારે એક કાળમાં એકથી જ થાય છે. એવી જ ક્ષયોપશમજ્ઞાનની યોગ્યતા છે.
હવે, વસ્તુને અનેકાત્મપણું છે તો પણ અપેક્ષાથી એકાત્મપણું પણ છે એમ કહે છે – जं वत्थु अणेयंतं एयंतं तं पि होदि सविपेक्खं। सुयणाणेण णएहिं य णिरवेक्खं दीसदे णेव।। २६१।। यत् वस्तु अनेकान्तं एकान्तं तदपि भवति सव्यपेक्षम्। श्रुतज्ञानेन नयैः च निरपेक्षं दृश्यते नैव।। २६१ ।।
અર્થ:- જે વસ્તુ અનેકાન્ત છે તે અપેક્ષા સહિત એકાન્ત પણ છે. ત્યાં શ્રુતજ્ઞાનપ્રમાણથી સાધવામાં આવે તો વસ્તુ અનેકાન્ત જ છે તથા શ્રુતજ્ઞાનપ્રમાણના અંશરૂપ નયથી સાધવામાં આવે તો વસ્તુ એકાન્ત પણ છે અને તે અપેક્ષારહિત નથી કારણ કે નિરપેક્ષ નય મિથ્યા છે અર્થાત્ નિરપેક્ષતાથી વસ્તુનું સ્વરૂપ જોવામાં આવતું નથી.
ભાવાર્થવસ્તુના સર્વ ધર્મોને એક કાળમાં સાથે તે પ્રમાણ છે તથા તેના એક એક ધર્મોને જ ગ્રહણ કરે તે નય છે. તેથી એક નય બીજા નયની સાપેક્ષતા હોય તો વસ્તુ સાધી શકાય પણ અપેક્ષારહિત નય વસ્તુને સાધતો નથી. એટલા માટે અપેક્ષાથી વસ્તુ અનેકાન્ત પણ છે એમ જાણવું એ જ સમ્યકજ્ઞાન છે.
હવે “શ્રુતજ્ઞાન પરોક્ષપણે સર્વ વસ્તુને પ્રકાશે છે એમ કહે છે:
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા सव्वं पि अणेयंतं परोक्खरूवेण जं पयासेदि। तं सुयणाणं भण्णदि संसयपहुदीहिं परिचत्तं ।। २६२ ।। सर्वं अपि अनेकान्तं परोक्षरूपेण यत् प्रकाशयति। तत् श्रुतज्ञानं भण्यते संशयप्रभृतिभिः परित्यक्तम्।। २६२।।
અર્થ- જે જ્ઞાન સર્વ વસ્તુને અનેકાન્તસ્વરૂપ પરોક્ષરૂપે પ્રકાશજાણે-કહું તે શ્રુતજ્ઞાન છે. તે શ્રુતજ્ઞાન સંશય, વિપરીતતા અને અનધ્યવસાયથી રહિત છે એમ સિદ્ધાન્તમાં કહ્યું છે.
ભાવાર્થ- જે સર્વ વસ્તુને અનેકાન્તરૂપ પરોક્ષરૂપે પ્રકાશે તે શ્રુતજ્ઞાન છે. શાસ્ત્રનાં વચન સાંભળવાથી અર્થને જાણે તે પરોક્ષ જ જાણે છે; તથા શાસ્ત્રમાં બધીય વસ્તુનું સ્વરૂપ અનેકાન્તાત્મક કહ્યું છે એમ સર્વ વસ્તુને જાણે વા ગુરુજનોના ઉપદેશપૂર્વક જાણે તો સંશયાદિક પણ રહે નહિ.
હવે શ્રુતજ્ઞાનના વિકલ્પ (ભેદ) છે તે નય છે. તેમનું સ્વરૂપ કહે છે
लोयाणं ववहारं धम्मविवक्खाइ जो पसाहेदि। सुयणाणस्स वियप्पो सो वि णओ लिंगसंभूदो।। २६३ ।। लोकानां व्यवहारं धर्मविवक्षया यः प्रसाधयति।। श्रुतज्ञानस्य विकल्पः सः अपि नयः लिङ्गसम्भूतः।। २६३ ।।
અર્થ- વસ્તુના એક ધર્મની વિવેક્ષાથી જે લોકોના વ્યવહારને સાધે તે નય છે અને તે શ્રુતજ્ઞાનનો વિકલ્પ (ભેદ) છે. વળી તે, લિંગ (ચિહ્ન) થી ઊપજ્યો છે.
ભાવાર્થ- વસ્તુના એક ધર્મની વિવક્ષા લઈ જે લોકવ્યવહારને સાધે તે શ્રુતજ્ઞાનનો અંશ નય છે, અને તે સાધ્યધર્મને હેતુપૂર્વક સાધે છે. જેમ વસ્તુના “સ” ધર્મને ગ્રહણ કરી તેને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૧૪૯ હેતુથી સાધવામાં આવે કે “પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી વસ્તુ સરૂપ છે”. એ પ્રમાણે નય, હેતુથી ઉપજે છે.
હવે, એક ધર્મને નય કેવી રીતે ગ્રહણ કરે છે તે કહે છે:णाणाधम्मजुदं पि य एयं धम्मं पि वुच्चदे अत्थं। तस्सेयविवक्खादो णत्थि विवक्खा हु सेसाणं ।। २६४।। नानाधर्मयुतः अपि च एकं धर्मं अपि उच्यते अर्थः। तस्यैकविवक्षातः नास्ति विवक्षा स्फुटं शेषाणाम्।। २६४।।
અર્થ- પદાર્થ નાના ધર્મથી યુક્ત છે તો પણ તેને કોઈ એક ધર્મરૂપ કહેવામાં આવે છે, કારણ કે એક ધર્મની જ્યાં વિવક્ષા કરવામાં આવે ત્યાં તે જ ધર્મને કહેવામાં આવે છે પણ બાકીના સર્વ ધર્મની વિવક્ષા કરવામાં આવતી નથી.
ભાવાર્થ- જેમ જીવવસ્તુમાં અસ્તિત્વ, નાસ્તિત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ, ચેતનત્વ, અમૂર્તત્વ આદિ અનેક ધર્મ છે; તે બધામાંથી કોઈ એક ધર્મની વિવક્ષાથી કહેવામાં આવે કે “જીવ ચેતનસ્વરૂપ જ છે” ઈત્યાદિ. ત્યાં અન્ય ધર્મની વિવેક્ષા નથી કરી પણ તેથી એમ ન જાણવું કે અન્ય ધર્મોનો અભાવ છે. પરંતુ અહીં તો પ્રયોજનના આશ્રયથી તેના કોઈ એક ધર્મને મુખ્ય કરી કહે છેઅન્યની અહીં વિવક્ષા નથી (એમ સમજવું ).
હવે વસ્તુના ધર્મને, તેના વાચક શબ્દને તથા તેના જ્ઞાનને નય કહે છે:सो चिय एक्को धम्मो वाचयसद्दो वि तस्स धम्मस्स। तं जाणदि तं णाणं ते तिण्णि व णयविसेसा य।। २६५।। सः एव एक: धर्म: वाचकशब्दः अपि तस्य धर्मस्य। तम् जानाति तत् ज्ञानं ते त्रयो अपि नयविशेषाः च।। २६५ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા અર્થ:- વસ્તુનો (કોઈ) એક ધર્મ, તે ધર્મનો વાચક શબ્દ તથા તે ધર્મને જાણવાવાળું જ્ઞાન એ ત્રણેય નયના વિશેષ (ભેદ) છે.
ભાવાર્થ- વસ્તુનું ગ્રહણ કરવાવાળું જ્ઞાન, તેનો વાચક શબ્દ તથા વસ્તુ, એને (એ ત્રણેને) જેમ પ્રમાણસ્વરૂપ કહેવામાં આવે છે તેમ નય પણ કહેવામાં આવે છે.
ક્વે વસ્તુના એક જ ધર્મને ગ્રહણ કરે એવા એક નય (જ્ઞાન)ને મિથ્યાત્વ શા માટે કહેવામાં આવે છે? તેનો ઉત્તર કહે છે:ते सावेक्खा सुणया णिरवेक्खा ते वि दुण्णया होंति। सयलववहारसिद्धी सुणयादो होदि णियमेण।। २६६।। ते सापेक्षाः सुनयाः निरपेक्षाः ते अपि दुर्णयाः भवन्ति। सकलव्यवहारसिद्धिः सुनयात् भवति नियमेन।। २६६ ।।
અર્થ - પ્રથમ કહેલા ત્રણ પ્રકારના નય તે જો પરસ્પર અપેક્ષાસહિત હોય તો તે સુનય છે; પરંતુ એ જ જ્યારે અપેક્ષા રહિત સર્વથા એક એક ગ્રહણ કરવામાં આવે ત્યારે તે દુર્નય (મિથ્યાનય) છે. સુનયોથી સર્વ વ્યવહારની (વસ્તુના સ્વરૂપની) સિદ્ધિ થાય છે.
ભાવાર્થ- નય છે તે બધાય સાપેક્ષ હોય તો સુનય છે અને નિરપેક્ષ હોય તો કુનય છે. સાપેક્ષતાથી સર્વ વસ્તુવ્યવહારની સિદ્ધિ છે-સમ્યકજ્ઞાન સ્વરૂપ છે તથા કુનયોથી સર્વ લોકવ્યવહારનો લોપ થાય છે-મિથ્યાજ્ઞાનરૂપ છે.
હવે, પરોક્ષજ્ઞાનમાં અનુમાન પ્રમાણ પણ છે, તેનું દષ્ટાન્તપૂર્વક સ્વરૂપ કહે છે:जं जाणिज्जइ जीवो इंदियवावारकायचिट्ठाहिं। तं अणुमाणं भण्णदि तं पि णयं बहुविहं जाण।। २६७।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા]
[ ૧૫૧ यत् जानाति जीव: इन्द्रियव्यापारकायचेष्टाभिः। तत् अनुमानं भण्यते तमपि नयं बहुविधं जानीहि।। २६७।।
અર્થ - ઇન્દ્રિયોના વ્યાપાર અને કાયની ચેષ્ટાઓથી શરીરમાં જીવને જે જાણે છે તેને અનુમાન પ્રમાણ કહે છે. તે અનુમાનજ્ઞાન પણ નય છે અને તે અનેક પ્રકારના છે.
ભાવાર્થ- પહેલાં શ્રુતજ્ઞાનના વિકલ્પોને નય કહ્યા હતા, અહીં અનુમાનનું સ્વરૂપ કહ્યું કે શરીરમાં રહેલો જીવ પ્રત્યક્ષ ગ્રહણમાં આવતો નથી તેથી સ્પર્શન, સ્વાદન, વાણી, સુંઘવું, સાંભળવું, દેખવું વગેરે (ઇન્દ્રિયોના વ્યાપાર) તથા ગમન- આગમનાદિ કાયાની ચેષ્ટાઓથી જાણવામાં આવે છે કે “શરીરમાં જીવ છે. આ અનુમાનજ્ઞાન છે, કારણ કે સાધનથી સાધ્યનું જ્ઞાન થાય તેને અનુમાન કહે છે અને તે પણ નય જ છે. તેને પરોક્ષપ્રમાણના ભેદોમાં કહ્યું છે પણ તે પરમાર્થથી નય જ છે. તે અનુમાન સ્વાર્થ-પરાર્થના ભેદથી તથા હેતુ-ચિહ્નોના ભેદથી અનેક પ્રકારનું કહ્યું છે.
હવે નયના ભેદોને કહે છે:सो संगहेण एक्को दुविहो वि य दव्वपज्जुएहिंतो। तेसिं च विसेसादो णइगमपहुदी हवे णाणं ।। २६८।। सः संग्रहेन एकः द्विविधः अपि च द्रव्यपर्यायाभ्याम्। तयोः च विशेषात् नैगमप्रभृतिः भवेत् ज्ञानं ।। २६८ ।।
અર્થ- તે નય સંગ્રહપણાથી અર્થાત્ સામાન્યપણે તો એક છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક ભેદથી બે પ્રકારના છે. તથા વિશેષતાથી એ બંનેના ભેદોથી નૈગમન, આદિથી લઈને છે તે નય છે, અને તે જ્ઞાન જ છે.
હવે દ્રવ્યાર્થિકનયનું સ્વરૂપ કહે છે –
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા जो साहदि सामण्णं अविणाभूदं विसेसरूवेहिं। णाणाजुत्तिबलादो दव्वत्थो सो णओ होदि।। २६९ ।।
यः साधयति सामान्यं अविनाभूतं विशेषरूपैः। नानायुक्तिबलात् द्रव्यार्थः सः नयः भवति।।२६९ ।।
અર્થ- જે નય વસ્તુને તેના વિશેષરૂપથી અવિનાભૂત સામાન્યસ્વરૂપને નાના પ્રકારની યુક્તિના બળથી સાધે તે દ્રવ્યાર્થિકાય છે.
ભાવાર્થ- વસ્તુનું સ્વરૂપ સામાન્ય-વિશેષાત્મક છે. વિશેષ વિના સામાન્ય હોતું નથી. એ પ્રમાણે યુક્તિના બળથી સામાન્યને સાધે તે દ્રવ્યાર્થિકનય છે.
હવે પર્યાયાર્થિકનયનું સ્વરૂપ કહે છે:जो साहेदि विसेसे बहुविहसामण्णसंजुदे सव्वे। साहणलिंगवसादो पजुयविसओ णओ होदि।। २७०।। यः साधयति विशेषान् बहुविधसामान्यसंयुतान् सर्वान्। साधनलिङ्गवशात् पर्यायविषय: नयः भवति।। २७०।।
અર્થ:- જે નય અનેક પ્રકારે સામાન્યસહિત સર્વ વિશેષને તેના સાધનનું જે લિંગ (ચિહ્ન) તેના વશથી સાથે તે પર્યાયાર્થિકાય છે.
ભાવાર્થ- સામાન્ય સહિત તેના વિશેષોને હેતુપૂર્વક સાધે તે પર્યાયાર્થિકનાય છે. જેમ સત્ સામાન્યપણા સહિત ચેતન-અચેતનપણે તેનું વિશેષ છે, ચિત્ સામાન્યપણા સહિત સંસારી–સિદ્ધ જીવપણું તેનું વિશેષ છે, સંસારીપણા સામાન્ય સહિત ત્ર-સ્થાવર જીવપણું તેનું વિશેષ છે, ઈત્યાદિ. વળી અચેતન સામાન્યપણા સહિત પુદ્ગલાદિ પાંચ દ્રવ્ય તેનાં વિશેષ છે તથા પુદ્ગલ સામાન્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #180
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૧૫૩
પણા સહિત અણુ-સ્કંધ-ઘટ-પટ આદિ તેનાં વિશેષ છે, ઈત્યાદિ પર્યાયાર્થિકનય હેતુપૂર્વક સાધવામાં આવે છે.
હવે દ્રવ્યાર્થિકનયના ભેદો કહે છે; ત્યાં પહેલાં નૈગમનય કહે
છેઃ
जो साहेदि अदीदं वियप्परूवं भविस्समठ्ठे च । संपडिकालाविद्वं सो हु णयो णेगमो णेओ ।। २७९ ।। यः साधयति अतीतं विकल्परूपं भविष्यं अर्थं च । सम्प्रतिकालाविष्टं सः स्फुटं नयः नैगमः ज्ञेयः ।। २७९ ।।
અર્થ:- જે નય ભૂત, ભવિષ્ય તથા વર્તમાનરૂપ વિકલ્પથી સંકલ્પમાત્ર (પદાર્થને ) સાથે તે નૈગમનય છે.
ર
ભાવાર્થ:- ત્રણ કાળના પર્યાયોમાં અન્વયરૂપ છે તે દ્રવ્ય છે. તેને પોતાના વિષયથી ભૂતકાળની પર્યાયને પણ વર્તમાનવત્ સંકલ્પમાં લે, ભાવિકાળની પર્યાયને પણ વર્તમાનવત્ સંકલ્પમાં લે તથા વર્તમાનકાળની પર્યાયને તે કિંચિત્ નિષ્પન્ન હોય વા અનિષ્પન્ન હોય તોપણ નિષ્પન્નરૂપ સંકલ્પમાં લે એવા જ્ઞાન તથા વચનને નૈગમનય કહે છે. તેના અનેક ભેદ છે. સર્વ નયના વિષયને મુખ્યતા-ગૌણતાથી પોતાના સંકલ્પરૂપે વિષય કરે છે. જેમ કે-મનુષ્ય નામના જીવદ્રવ્યને સંસા૨૫ર્યાય છે, સિદ્ધપર્યાય છે તથા આ મનુષ્યપર્યાય છે એમ કહે તો
ત્યાં સંસા૨પર્યાય તો અતીત- અનાગત-વર્તમાન ત્રણ કાળ સંબંધી પણ છે, સિદ્ધપણું અનાગત જ છે તથા મનુષ્યપણું વર્તમાન જ છે છતાં આ નયના વચનથી અભિપ્રાયમાં વર્તમાન- વિદ્યમાનવત્ સંકલ્પથી પરોક્ષરૂપ અનુભવમાં લઈને કહે કે ‘આ દ્રવ્યમાં, મારા જ્ઞાનમાં, હાલ આ પર્યાય
૧. નિષ્પન્ન
પ્રાત વા પ્રગટ ૨. અનિષ્પન્ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
=
=
અપ્રાત વા અપ્રગટ.
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪]
[સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા ભાસે છે' એવા સંકલ્પને નૈગમનયનો વિષય કહે છે. એમાંથી કોઈને મુખ્ય તથા કોઈને ગૌણરૂપ કહે છે.
હવે સંગ્રહનય કહે છેजो संगहेदि सव्वं देसं वा विविहदव्वपज्जायं। अणुगमलिंगविसिटुं सो वि णओ संगहो होदि।। २७२।। यः संगृह्णाति सर्वं देशं वा विविधद्रव्यपर्यायम्। અનુમતિ વિશિષ્ટ સ: આપ નય: સંગ્ર: મવતિના ર૭રતા
અર્થ- જે નય સર્વ વસ્તુને વા તેના દેશને અર્થાત્ એક વસ્તુના સર્વ ભેદોને અનેક પ્રકાર દ્રવ્ય-પર્યાયસહિત અન્વયલિંગવિશિષ્ટ સંગ્રહ કરે-એકરૂપ કહે તે સંગ્રહનય છે.
ભાવાર્થ- સર્વ વસ્તુ ઉત્પાદ–વ્યય-ધ્રૌવ્યલક્ષણ સતથી દ્રવ્યપર્યાયોથી અન્વયરૂપ “એક માત્ર છે” એમ કહે, વા સામાન્ય સસ્વરૂપ દ્રવ્યમાત્ર છે વા વિશેષ સતરૂપ પર્યાયમાત્ર છે, વા જીવવસ્તુ ચિસામાન્યથી એક છે વા સિદ્ધત્વસામાન્યથી સર્વ સિદ્ધો એક છે, વા સંસારીત્વસામાન્યથી સર્વ સંસારીજીવ એક છે, ઈત્યાદિ. તથા અજીવસામાન્યથી પુદગલાદિ પાંચે દ્રવ્ય એક અજીવદ્રવ્ય છે વા પુગલ–સામાન્યથી અણુ-સ્કંધ-ઘટ-પટાદિ એક પુગલદ્રવ્ય છે, ઈત્યાદિ સંગ્રહરૂપ કહે તે સંગ્રહનય છે.
આગળ વ્યવહારનય કહે છે – जो संगहेण गहिदं विसेसरहिदं पि भेददे सददं। परमाणूपजंतं ववहारणओ हवे सो हु।। २७३।। यत् संग्रहेण गृहीतं विशेषरहितं अपि भेदयति सततम्। परमाणुपर्यन्तं व्यवहारनयः भवेत् सः खलु।। २७३।।
અર્થ - સંગ્રહનય દ્વારા વસ્તુને વિશેષરહિત ગ્રહણ કરી હતી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #182
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૧૫૫ તેને પરમાણુ પર્યત નિરંતર જે નય ભેદે તે વ્યવહારનય છે.
ભાવાર્થ- સંગ્રહનયે સર્વને સત્ કહ્યું, ત્યાં વ્યવહારનય ભેદ કરે છે કે- દ્રવ્યસત્ છે પર્યાયસત્ છે. સંગ્રહનય દ્રવ્યસામાન્યને રહે છે ત્યાં વ્યવહારનય ભેદ કરે છે કે દ્રવ્ય જીવ-અજીવ બે ભેદરૂપ છે. સંગ્રહનય જીવસામાન્યને રહે છે ત્યાં વ્યવહારનય ભેદ કરે છે કે જીવ સંસારી ને સિદ્ધ બે ભેદરૂપ છે; ઈત્યાદિ. વળી સંગ્રહનય પર્યાયસામાન્યને સંગ્રહણ કરે છે, ત્યાં વ્યવહારનય ભેદ કરે છે કે પર્યાય અર્થપર્યાય તથા વ્યંજનપર્યાયરૂપ બે ભેદથી છે. એ જ પ્રમાણે સંગ્રહનય અજીવસામાન્યને ગ્રહણ કરે છે, ત્યાં વ્યવહારનય ભેદ કરી અજીવ એવાં પુદ્ગલાદિ પાંચે દ્રવ્યો ભેદરૂપ છે. સંગ્રહનય પુગલસામાન્યને ગ્રહણ કરે છે, ત્યાં વ્યવહારનય અણુ-સ્કંધ-ઘટપટાદિ ભેદરૂપ કહે છે. એ પ્રમાણે જેને સંગ્રહનય ગ્રહણ કરે તેમાં વ્યવહારનય ભેદ કરતો જાય છે અને તે ત્યાં સુધી કે ફરી બીજો ભેદ થઈ શકે નહિ. ત્યાં સુધી સંગ્રહું-વ્યવહારનયનો વિષય છે. એ પ્રમાણે દ્રવ્યાર્થિકનયના ત્રણ ભેદ કહ્યા.
હવે પર્યાયાર્થિકનયના ભેદ કહે છે. ત્યાં પ્રથમ ઋજુસૂત્રનય કહે છેઃ
जो वट्टमाणकाले अत्थपज्जायपरिणदं अत्थं। संतं साहदि सव्वं तं पि णयं रिजुणयं जाण।। २७४।। यः वर्तमानकाले अर्थपर्यायपरिणतं अर्थम्। सन्तं साधयति सर्वं तमपि नयं: ऋजुनयं जानीहि।। २७४।।
અર્થ- વર્તમાનકાળમાં અર્થપર્યાયરૂપ પરિણમેલા અર્થને સર્વને સતરૂપ સાધ (ગ્રહણ કરે) તે ઋજુસૂત્રનય છે.
ભાવાર્થ- વસ્તુ સમયે સમયે પરિણમે છે. વર્તમાન એક સમયની પર્યાયને અર્થપર્યાય કહે છે અને તે ઋજુસૂત્રનયનો વિષય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬].
[સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા છે; તે વસ્તુને પર્યાયમાત્ર જ કહે છે. વળી ઘડી, મુહૂર્ત આદિ કાળને પણ વ્યવહારમાં વર્તમાન કહીએ છીએ. તે વર્તમાનકાળસ્થાયી પર્યાયને પણ ઋજુસૂત્રનય સાધે છે તેથી તેની સ્કૂલ જાસૂત્ર સંજ્ઞા છે. એ પ્રમાણે પ્રથમ કહેલા દ્રવ્યાર્થિક ત્રણ નય અને એક આ ઋજાસૂત્રનય મળી ચારે નયોને અર્થનય કહેવામાં આવે છે.
હવે ત્રણ પ્રકારના શબ્દનયો કહે છે. ત્યાં પહેલાં શબ્દનય કહે છે:
सव्वेसिं वत्थूणं संखालिंगाद-बहुपयारेहिं। जो साहदि णाणत्तं सद्दणयं तं वियाणेह।। २७५।। सर्वेषां वस्तूनां संख्यालिङ्गादिबहुप्रकारैः। यः साधयति नानात्वं शब्दनयं तं विजानीहि ।। २७५।।
અર્થ:- જે નય સર્વ વસ્તુઓના, સંખ્યા-લિગ આદિ ઘણા પ્રકારે, નાનાપણાને સાથે તેને શબ્દન, જાણો.
ભાવાર્થ-સંખ્યા-એકવચન-દ્વિવચન-બહુવચન, લિંગ-સ્ત્રીપુરુષ-નપુંસકદર્શક વચન, આદિ શબ્દથી કાળ, કારક, પુરુષ, ઉપસર્ગ લેવો. એ વડ વ્યાકરણના પ્રયોજિત પદાર્થને ભેદરૂપથી કહે તે શબ્દનય છે. જેમકે-પુષ્ય-તારકા-નક્ષત્રરૂપ એક જ્યોતિષીના વિમાનના ત્રણે લિંગ કહે, ત્યાં વ્યવહારમાં તો વિરોધ જણાય છે, કારણ કે એ જ પુરુષ, એ જ સ્ત્રી- નપુંસક શી રીતે હોય? તોપણ શબ્દનયનો આ જ વિષય છે કે જેવો શબ્દ કહે તેવો જ અર્થને ભેદરૂપ માનવો.
હવે સમભિરૂઢનયને કહે છે:जो एगेगं अत्थं परिणदिभेदेण साहदे णाणं। मुक्खत्थं वा भासदि अहिरूढं तं णयं जाण।। २७६ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૧૫૭ यः एकैकं अर्थं परिणतिभेदेन साधयति ज्ञानम्। मुख्यार्थं वा भाषते अभिरूढं तत् नयं जानीहि।। २७६ ।।
અર્થ- જે નય વસ્તુને પરિણામના ભેદથી એક એક જુદા જુદા ભેદરૂપ સાથે અથવા તેમાંના મુખ્ય અર્થને ગ્રહણ કરી સાધે તે સમભિરૂઢનય જાણવો.
ભાવાર્થ:- શબ્દનય વસ્તુના પર્યાયનામથી ભેદ કરતો નથી, ત્યારે આ સમભિરૂઢનય છે તે એક વસ્તુનાં પર્યાયનામ છે તેને ભેદરૂપ જુદા જુદા પદાર્થપણે ગ્રહણ કરે છે, ત્યાં જેને મુખ્ય કરી પકડે તેને સદા તેવો જ કહે છે. જેમ-ગૌ” શબ્દના ઘણા અર્થ છે તથા
ગૌ' પદાર્થના ઘણાં નામ છે તેને આ નય જુદા જુદા પદાર્થ માને છે. તેમાંથી મુખ્યપણે “ગૌ” પદાર્થ પકડ્યો તેને ચાલતાં-બેસતાં-સૂતાં ગૌ” જ કહ્યા કરે છે તે સમભિરૂઢનય છે.
- હવે એવભૂતનય કહે છે – जेण सहावेण जदा परिणदरूवम्मि तम्मयत्तादो। तं परिणामं साहदि जो वि णओ सो हु परमत्थो।। २७७।। येन स्वभावेन यदा परिणतरूपे तन्मयत्वात्। तं परिणाम साधयति यः अपि नयः सः खलु परमार्थः।। २७७।।
અર્થ- વસ્તુ જે કાળે જે સ્વભાવે પરિણમનરૂપ હોય છે તે કાળે તે પરિણામથી તન્મય હોય છે, તેથી તે જ પરિણામરૂપ (વસ્તુને) સાધે-કહે તે એવભૂતનય છે. આ નય પરમાર્થરૂપ છે.
ભાવાર્થ:- જે ધર્મની મુખ્યતાથી વસ્તુનું જે નામ હોય તે જ અર્થના પરિણમનરૂપ જે કાળે (વસ્તુ) પરિણમે તેને તે જ નામથી કહે તે અવંભૂતનય છે, તેને નિશ્ચય (નય) પણ કહેવામાં આવે છે. જેમ “ગૌને ચાલે ત્યારે જ ગાય કહે પણ અન્ય કાળે ન કહે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮]
[ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા હવે નયોના કથનને સંકોચે છે - एवं विविहणएहिं जो वत्थु ववहरेदि लोयम्हि। दंसणणाणचरित्तं सो साहदि सग्गमोक्खं च।। २७८ ।। एवं विविधनयैः यः वस्तु व्यवहरति लोके। दर्शनज्ञानचरित्रं स: साधयति स्वर्गमोक्षौ च।। २७८।।
અર્થ:- જે પુરુષ આ પ્રમાણે નયોથી વસ્તુને વ્યવહારરૂપ કહે છે–સાધે છે- પ્રવર્તાવે છે તે પુરુષ દર્શન-જ્ઞાન-ચારિત્રને સાધે છે તથા સ્વર્ગ-મોક્ષને સાધે છે.
ભાવાર્થ- પ્રમાણ-નયથી વસ્તુનું સ્વરૂપ યથાર્થ સધાય છે. જે પુરુષ પ્રમાણ- નયોનું સ્વરૂપ જાણી વસ્તુને યથાર્થ વ્યવહારરૂપ પ્રવર્તાવે છે તેને સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રની તથા તેના ફળરૂપ સ્વર્ગ-મોક્ષની સિદ્ધિ થાય છે.
હવે કહે છે કે તત્ત્વાર્થનું શ્રવણ, જ્ઞાન, ધારણ અને ભાવના કરવાવાળા વિરલા છે - विरला णिसुणहि तचं विरला जाणंति तच्चदो तच्चं। विरला भावहि तचं विरलाणं धारणा होदि।। २७९ ।। विरलाः निशृण्वन्ति तत्त्वं विरला: जानन्ति तत्त्वतः तत्त्वम्। विरला: भावयन्ति तत्त्वं विरलानां धारणा भवति।। २७९ ।।
અર્થ- જગતમાં તત્ત્વને કોઈ વિરલા પુરુષ સાંભળે છે, સાંભળીને પણ તત્ત્વને યથાર્થરૂપે વિરલા જ જાણે છે, જાણીને પણ તત્ત્વની ભાવના અર્થાત્ પુનઃ પુનઃ અભ્યાસ વિરલા જ કરે છે તથા અભ્યાસ કરીને પણ તત્ત્વની ધારણા તો વિરલાઓને જ હોય છે.
ભાવાર્થ- તત્ત્વાર્થનું યથાર્થ સ્વરૂપ સાંભળવું, જાણવું,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૧૫૯ ભાવવું અને ધારવું ઉત્તરોત્તર દુર્લભ છે. આ પંચમ કાળમાં તત્ત્વના યથાર્થ વક્તા દુર્લભ છે તથા તેને ધારણ કરવાવાળા પણ દુર્લભ છે.
હવે કહે છે કે ઉપર કહેલા તત્ત્વને સાંભળી તેને નિશ્ચલભાવથી જે ભાવે છે તે તત્ત્વને જાણે છે:
तच्चं कहिउमाणं णिच्चलभावेण गिलदे जो हि। तं चिय भावेदि सया सो वि य तच्चं वियाणेइ।। २८०।। तत्त्वं कथ्यमानं निश्चलभावेन गृह्णाति यः हि। तत् एव भावयति सदा सः अपि च तत्त्वं विजानाति।।२८०।।
અર્થ- જે પુરુષ ગુરુજનો દ્વારા કહેલું જે તત્ત્વનું સ્વરૂપ તેને નિશ્ચલભાવથી ગ્રહણ કરે છે-તેને અન્ય ભાવના છોડી નિરંતર ભાવે છે તે પુરુષ તત્ત્વને જાણે છે.
હવે કહે છે કે તત્ત્વની ભાવના નથી કરતો એવો કયો પુરુષ છે કે જે સ્ત્રી આદિને વશ નથી? અર્થાત્ સર્વ લોક છે:को ण वसो इत्थिजणे कस्स ण मयणेण खंडियं माणं। को इंदिएहिं ण जिओ को ण कसाएहिं संतत्तो।। २८१।। क: न वशः स्त्रीजने कस्य न मदनेन खण्डितः मानः। વ: રુન્દ્રિઃ ન fજત: 5: ૧ વરુષાર્થ: સંતH:ોા ૨૮૨
અર્થ - આ લોકમાં સ્ત્રીજનને વશ કોણ નથી ? કામથી જેનું અંત:કરણ ખંડિત નથી થયું એવો કોણ છે? ઇન્દ્રિયોથી જે નથી જિતાઈ ગયો એવો કોણ છે? તથા કષાયોથી જે નથી તસાયમાન થયો એવો કોણ છે?
ભાવાર્થ - વિષય-કષાયને વશ સર્વ લોક છે પણ તત્ત્વની ભાવના કરવાવાળા કોઈ વિરલા છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #187
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા હવે કહે છે કે-જે તત્ત્વજ્ઞાની સર્વ પરિગ્રહનો ત્યાગી થાય છે તે સ્ત્રી આદિને વશ થતો નથી:सो ण वसो इत्थिजणे सो ण जिओ इंदिएहिं मोहेण। जो ण य गिहदि गंथं अभंतर- बाहिरं सव्वं ।। २८२।। सः न वशः स्त्रीजने सः न जित: इन्द्रियैः मोहेन। य: न च गृह्णाति ग्रन्थं आभ्यन्तरबाह्यं सर्वम्।। २८२।।
અર્થ- જે પુરુષ તત્ત્વનું સ્વરૂપ જાણી બાહ્ય-અભ્યતર સર્વ પરિગ્રહને ગ્રહણ કરતો નથી તે પુરુષ સ્ત્રીજનને વશ થતો નથી, તે જ પુરુષ ઇન્દ્રિયોથી જિતાઈ જતો નથી તથા તે જ પુરુષ મોહકર્મ જે મિથ્યાત્વકર્મ તેનાથી જિતાતો નથી.
ભાવાર્થ- સંસારનું બંધન પરિગ્રહ છે. જે સર્વ પરિગ્રહને છોડ તે જ સ્ત્રી- ઈન્દ્રિય-કપાયાદિને વશીભૂત થતો નથી. સર્વત્યાગી થઈ શરીરનું પણ મમત્વ ન રાખે તો તે નિજસ્વરૂપમાં જ લીન થાય છે.
હવે લોકાનુપ્રેક્ષાના ચિતવનનું માહાભ્ય પ્રગટ કરે છેएवं लोयसहावं जो झायदि उवसमेक्कसब्भावो। सो खविय कम्मपुंजं तस्सेव सिहामणी होदि।। २८३ ।। एवं लोकस्वभावं यः ध्यायति उपशमैकसद्भावः। सः क्षपयित्वा कर्मपुजं तस्य एव शिखामणिः भवति।। २८३।।
અર્થ- જે પુરુષ ઉપશમ કરી એક સ્વભાવરૂપ થયો થકો આ પ્રમાણે લોકસ્વરૂપને ધ્યાવે છે-ચિંતવન કરે છે તે પુરુષ ક્ષપિતનાશ કર્યો છે કમપેજ જેણે એવો, એ લોકનો જ શિખામણિ (ચૂડામણિ ) થાય છે.
ભાવાર્થ- એ પ્રમાણે (જે પુરુષ) સામ્યભાવ કરી લોકાનુપ્રેક્ષાનું ચિંતવન કરે છે તે પુરુષ કર્મનો નાશ કરી લોકના શિખરે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૧૬૧ જઈ વિરાજમાન થાય છે. અને ત્યાં અનંત, અનુપમ, બાધારહિત, સ્વાધીન, જ્ઞાનાનંદસ્વરૂપ સુખને અનુભવે છે. અહીં લોકભાવનાનું કથન વિસ્તારપૂર્વક કરવાનો આશય એવો છે કે અન્યમતી લોકનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ તથા હિતાહિતનું સ્વરૂપ અનેક પ્રકારથી અન્યથા, અસત્યાર્થ અને પ્રમાણવિરુદ્ધ કહે છે. તે સાંભળી કોઈ જીવ તો વિપરીત શ્રદ્ધાન કરે છે, કોઈ સંશયરૂપ થાય છે તથા કોઈ અનધ્યવસાયરૂપ થાય છે. અને એવા વિપરીતાદિ શ્રદ્ધાનથી ચિત્ત સ્થિરતા પામતું નથી, ચિત્ત સ્થિર થયા વિના યથાર્થ ધ્યાનની સિદ્ધિ થતી નથી અને ધ્યાન વિના કર્મોનો નાશ થતો નથી. તેથી એ વિપરીતાદિ શ્રદ્ધાન દૂર થવા માટે લોકનું અને જીવાદિ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણવા અર્થે અહીં વિસ્તારપૂર્વક કથન કર્યું છે. તેને જાણી જીવાદિનું સ્વરૂપ ઓળખી પોતાના સ્વરૂપમાં ચિત્તને નિશ્ચલ સ્થિર કરી, કર્મકલંક નાશ કરી, ભવ્યજીવ મોક્ષને પ્રાપ્ત થાઓ! એવો શ્રીગુરુઓનો ઉપદેશ છે.
લોકાકાર વિચારીને, સિદ્ધસ્વરૂપ ચિતાર; રાગવિરોધ વિડારીને, આતમરૂપ સંભાળ. આતમરૂપ સંભાળ, મોક્ષપુર વસો સદાહી; આધિવ્યાધિજ૨મરણ, આદિ દુઃખ દુર્વે ન કદા હી. શ્રીગુરુ શિક્ષા ધારી, ટળી અભિમાન કુશોક; મનસ્થિર કારણ આ વિચાર, “નિજરૂપ સુલોક'.
ઇતિ લોકાનુપ્રેક્ષા સમાપ્ત.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧. બોધિદુર્લભ અનુપ્રેક્ષા
जीवो अणंतकालं वसइ णिगोएसु 'आइपरिहीणो । तत्तो णीसरिदूणं पुढवीकायादिओ होदि । । २८४ ।। जीवः अनन्तकालं वसति निगोदेषु आदिपरिहीनः । निःसृत्य पृथ्वीकायादिकः ભવતિ।।૨૮૪૫|
તત:
અર્થ:- આ જીવ, સંસારમાં અનાદિકાળથી માંડી અનંતકાળ તો નિગોદમાં રહે છે અને ત્યાંથી નીકળી પૃથ્વીકાયાદિ પર્યાયને ધારણ કરે છે. અનાદિથી અનંતકાળ સુધી નિત્યનિગોદમાં જીવનો વાસ છે. ત્યાં એક શરીરમાં અનંતાનંત જીવોના આહાર, શ્વાસોશ્વાસ, જીવન-મરણ સમાન છે. એક શ્વાસના અઢારમા ભાગ જેટલું આયુષ્ય છે. ત્યાંથી નીકળી કદાચિત્ પૃથ્વી-અપ-તેજ-વાયુકાયપર્યાય પામે છે. એ પર્યાયો પામવી દુર્લભ છે.
હવે કહે છે કે-ત્યાંથી નીકળી ત્રસપર્યાય પામવી દુર્લભ છેઃतत्थ वि असंखकालं बायरसुहुमेसु कुणइ परियत्तं । चिंतामणि व्व दुलहं तसत्तण लहदि દેશ।। ૨૮૬।। तत्र अपि असंख्यकालं बादरसूक्ष्मेसु करोति परिवर्तनम् । चिंतामणिवत् दुर्लभं त्रसत्वं लभते દેન।।૨૮।।
અર્થ:- ત્યાં પૃથ્વીકાય આદિ સૂક્ષ્મ તથા બાદ૨કાયોમાં અસંખ્યાત કાળ ભ્રમણ કરે છે. ત્યાંથી નીકળી ત્રણપણું પામવું ઘણા કટૈ પણ દુર્લભ છે; જેમ ચિંતામણિ પામવો દુર્લભ છે તેમ.
૧ ‘આપ પરિહીનો' એવો પણ પાઠ છે તેનો એવો અર્થ છે કે આયુથી પરિહીન શ્વાસના અઢારમાભાગે જેનું આયુ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધિદુર્લભાનુપ્રેક્ષા] .
[ ૧૬૩ ભાવાર્થ - પૃથ્વી આદિ સ્થાવરકાયથી નીકળી ચિંતામણિરત્નની માફક ત્રસપર્યાય પામવી દુર્લભ છે.
હવે કહે છે કે-ત્રણપણે પણ પામે તો ત્યાં પંચેન્દ્રિયપણું પામવું દુર્લભ છેઃवियलिंदिएसु जायदि तत्थ वि अच्छेदि पुव्वकोडीओ। तत्तो णीसरिदूणं कहमवि पंचिंदिओ होदि।। २८६।। विकलेन्द्रियेषु जायते तत्र अपि आस्ते पूर्वकोट्यः। તત: નિઃસૃત્ય થમ િપન્વેન્દ્રિય: મવતિના ૨૮દ્દાઓ
અર્થ:- સ્થાવરમાંથી નીકળી ત્રસ થાય ત્યાં પણ બેઈન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચારઈન્દ્રિયરૂપ વિકલત્રયપણાને પામે. ત્યાં (ઉત્કૃષ્ટ) કરોડો પૂર્વ રહે છે. ત્યાંથી નીકળી મહાકષ્ટથી પંચેન્દ્રિયપણું પામે છે.
ભાવાર્થ- વિકલત્રયમાંથી નીકળી પંચેન્દ્રિયપણું પામવું દુર્લભ છે. જો વિકલત્રયમાંથી ફરી સ્થાવરકાયમાં જઈ ઉત્પન્ન થાય તો ત્યાં ફરી ઘણો કાળ ભોગવે; એટલા માટે પંચેન્દ્રિયપણું પામવું અતિશય દુર્લભ છે. सो वि मणेण विहीणो ण य अप्पाणं परं पि जाणेदि। अह मणसहिदो होदि हु तह वि तिरिक्खो हवे हो।। २८७।। सः अपि मनसा विहीन: न च आत्मानं परं अपि जानाति। अथ मनः सहितः भवति स्फुटं तथा अपि तिर्यक् भवेत् रुद्रः ।। २८७।।
અર્થ- વિકલત્રયમાંથી નીકળી પંચેન્દ્રિય કદી થાય તો અસંજ્ઞી–મનરહિત થાય છે. ત્યાં સ્વ તથા પરનો ભેદ જાણતો નથી. કદાચિત્ મનસહિત સંશી પણ થાય તો દ્ધ તિર્યંચ થાય છે અર્થાત બિલ્લી, ઘુવડ, સર્પ, સિંહ અને મચ્છાદિ ક્રૂર તિર્યંચ થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ભાવાર્થ- કદાચિત્ પંચેન્દ્રિય થાય તો અસંજ્ઞી થાય છે પણ સંજ્ઞીપણું દુર્લભ છે. વળી સંજ્ઞી પણ થાય તો ત્યાં દૂર તિર્યંચ થાય કે જેના પરિણામ નિરંતર પાપરૂપ જ રહે છે.
હવે ક્રૂર પરિણામીઓનો નરકવાસ થાય છે એમ કહે છે - सो तिव्वअसुहलेसो णरये णिवडेइ दुक्खदे भीमे। तत्थ वि दुक्खं भुंजदि सारीरं माणसं पउरं ।। २८८।। स: तीव्राशुभलेश्य: नरके निपतति दुःखदे भीमे। तत्र अपि दुःखं भुङ्क्ते शारीरं मानसं प्रचुरम्।। २८८ ।।
અર્થ- કૂર તિર્યંચ થાય તો તે તીવ્ર અશુભ પરિણામથી અશુભ લેશ્યા સહિત મરી નરકમાં પડે છે. કેવું છે નરક? મહાદુઃખદાયક અને ભયાનક છે. ત્યાં શરીરસંબંધી તથા મનસંબંધી પ્રચુર (ઘણાં તીવ્રઆકરાં) દુઃખ ભોગવે છે.
હવે કહે છે કે-એ નરકમાંથી નીકળી તિર્યંચ થાય તો ત્યાં પણ દુ:ખ સહે છે:तत्तो णीसरिदूणं पुणरवि तिरिएसु जायदे पावं। तत्थ वि दुक्खमणंतं विसहदि जीवो अणेयविहं ।। २८९ ।। ततः निःसृत्य पुनरपि तिर्यक्षु जायते पापं। तत्र अपि दुःखं अनन्तं विषहते जीवः अनेकविधम्।। २८९ ।।
અર્થ એ નરકમાંથી નીકળી ફરી તિર્યંચગતિમાં ઊપજે છે; ત્યાં પણ જેમ પાપરૂપ થાય તેમ આ જીવ અનેક પ્રકારનાં અનંત દુઃખ વિશેષતા પૂર્વક સહે છે.
હવે કહે છે કે મનુષ્યપણું પામવું મહાદુર્લભ છે. ત્યાં પણ મિથ્યાદષ્ટિ બની પાપ ઉપજાવે છે –
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધિદુર્લભાનુપ્રેક્ષા ]
[ १९५
रयणं चउप्पहे पिव मणुयत्तं सुठु दुल्लहं लहिय । मिच्छो हवेइ जीवो तत्थ वि पावं समज्जेदि ।। २९० ।।
रत्नं चतुष्पथे इव मनुजत्वं सुष्ठु दुर्लभं लब्ध्वा। म्लेच्छः भवति जीवः तत्र अपि पापं समर्जयति ।। २९० ।।
અર્થ:- તિર્યંચમાંથી નીકળી મનુષ્યગતિ પામવી અતિ દુર્લભ છે. જેમ ચાર પંથ વચ્ચે રત્ન પડી ગયું હોય તો તે મહાભાગ્ય હોય તો જ હાથમાં આવે છે તેમ (માનવપણું) દુર્લભ છે. વળી આવો દુર્લભ મનુષ્યદેહ પામીને પણ જીવ મિથ્યાદષ્ટિ બની પાપ ઉપજાવે છે.
ભાવાર્થ:- મનુષ્ય પણ કદાચિત્ થાય તો ત્યાં મ્લેચ્છખંડ આદિમાં વા મિથ્યાદષ્ટિઓની સંગતિમાં ઊપજી પાપ જ ઉપજાવે છે.
હવે કહે છે કે-મનુષ્ય પણ થાય અને તે આર્યખંડમાં પણ ઊપજે તોપણ ત્યાં ઉત્તમ કુળાદિ પામવાં અતિ દુર્લભ છેઃअह लहदि अज्जवत्तं तह ण वि पावेइ उत्तमं गोत्तं । उत्तम कुले वि पत्ते धणहीणो जायदे जीवो ।। २९९ ।। अथ लभते आर्यावर्तं तथा न अपि प्राप्नोति उत्तमं गोत्रम् । उत्तमकुले अपि प्राप्ते धनहीनः जायते धनहीनः जायते जीवः ।। २९९ ।।
અર્થ:- મનુષ્યપર્યાય પામી કદાચિત્ આર્યખંડમાં પણ જન્મ પામે તો ત્યાં ઉચ્ચ કુળ પામવું દુર્લભ છે. કદાચિત્ ઉચ્ચ કુળમાં પણ જન્મ પામે તો ત્યાં ધનહીન દરિદ્રી થાય અને તેનાથી કાંઈ સુકૃત્ય નહિ બનતાં પાપમાં જ લીન રહે છે.
अह धणसहिदो होदि हु इंदियपरिपुण्णदा तदो दुलहा । अहं इंदियसंपुण्णो तह वि सरोओ हवे देहो ।। २९२ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #193
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
१६६ ]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
अथ धनसहितः भवति स्फुटं इन्द्रियपरिपूर्णता ततः दुर्लभा । अथ इन्द्रियसम्पूर्णः तथापि सरोगः भवेत् देहः ।। २९२ ।।
અર્થ:- વળી જો ધનવાનપણું પણ પામે તો ત્યાં ઇન્દ્રિયોની પરિપૂર્ણતા પામવી અતિ દુર્લભ છે. કદાચિત્ ઇન્દ્રિયોની સંપૂર્ણતા પણ પામે તો ત્યાં રોગસહિત દેહ પામે, પણ નીરોગ હોવું દુર્લભ છે. अह णीरोओ होदि हु तह वि ण पावेदि जीवियं सुइरं । अह चिरकालं जीवदि तो सीलं णेव पावेदि ।। २९३ ।। अथ नीरोगः भवति स्फुटं तथापि न प्राप्नोति जीवितं सुचिरम् । अथ चिरकालं जीवति तत् शीलं नैव प्राप्नोति ।। २९३ ।।
અર્થ:- અથવા કદાચિત્ નીરોગ પણ થાય તો ત્યાં દીર્ઘ જીવન અર્થાત્ દીર્ઘાયુ ન પામે; એ પામવું દુર્લભ છે; અથવા કદાચિત્ દીર્ઘ આયુ પણ પામે તો ત્યાં શીલ અર્થાત્ ઉત્તમ પ્રકૃતિ-ભદ્ર પરિણામ ન पामे; तेथी सुष्ठु (उत्तम - भद्र-सरण ) स्वभाव पामवो दुर्लभ छे.
अह होदि सीलजुत्तो तह वि ण पावेइ साहुसंसग्गं । अह तं पि कह वि पावदि सम्मत्तं तह वि अइदुलहं ।। २९४ ।।
अथ भवति शीलयुक्तः तथापि न प्राप्नोति साधुसंसर्गम् । अथ तमपि कथं अपि प्राप्नोति सम्यक्त्वं तथा अपि अतिदुर्लभम् ।। २९४।। અર્થ:- કદાચિત્ ઉત્તમસ્વભાવ પણ પામે તો ત્યાં સાધુપુરુષોની સંગતિ પામે નહિ, અને તે પણ કદાચિત્ પામે તો ત્યાં સમ્યગ્દર્શન પામવું–સત્ શ્રદ્ધાન થવું અતિ દુર્લભ છે.
सम्मत्ते वि य लद्धे चारित्तं णेव गिदे जीवो। अह कह वि तं पि गिह्नदि तो पालेदुं ण सक्केदि ।। २९५ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધિદુર્લભાનુપ્રેક્ષા ]
[ १६७
सम्यक्त्वे अपि च लब्धे चारित्रं नैव गृह्णाति जीवः । अथ कथमपि तत् अपि गृह्णाति तत् पालयित्तुं न शक्नोति ।। २९५ ।। અર્થ:- કદાચિત્ સમ્યક્ત્વ પણ પામે તો ત્યાં આ જીવ ચારિત્ર ગ્રહણ કરે નહીં, કદાચિત્ ચારિત્ર પણ ગ્રહણ કરે તો તેને નિર્દોષપણે પાલન કરી શકે નહિ.
रयणत्तये वि लद्धे तिव्वकसायं करेदि जइ जीवो । तो दुग्गईसु गच्छदि पणट्ठरयणत्तओ होउं ।। २९६ ।। रत्नत्रये अपि लब्धे तीव्रकषायं करोति यदि जीवः । तर्हि दुर्गतिषु गच्छति प्रणष्टरत्नत्रय: भूत्वा।। २९६ ।।
अर्थः:- આ જીવ કદાચિત્ રત્નત્રય પણ પામે અને ત્યાં તીવ્ર કષાય કરે તો, નાશને પ્રાપ્ત થયું છે રત્નત્રય જેનું એવો બત્તી, દુર્ગતિમાં ગમન કરે છે.
એવું મનુષ્યપણું દુર્લભ છે એટલા માટે (જીવને ) રત્નત્રયની प्राप्ति थासो ! खेम उहे छे:
रयणु व्व जलहिपडियं मणुयत्तं तं पि होदि अइदुलहं । एवं सुणिच्छइत्ता मिच्छकसाए य वज्जेह।। २९७।। रत्नं इव जलधिपतितं मनुजत्वं तत् अपि भवति अतिदुर्लभम् । एवं सुनिश्चित्य मिथ्यात्वकषायान् च वर्जयत ।। २९७ ।
અર્થ:- જેમ મહાન સમુદ્રમાં પડી ગયેલું રત્ન ફરી પામવું દુર્લભ છે તેમ આ મનુષ્યપણું પામવું દુર્લભ છે.-એવો નિશ્ચય કરી હૈ ભવ્યજીવો ! આ મિથ્યાત્વ અને કષાયને છોડો. એવો શ્રીગુરુઓનો उपदेश छे.
હવે કહે છે કે-જો કદાચિત્ એવું દુર્લભ મનુષ્યપણું પામી જીવ શુભભાવોથી દેવપણું પામે તો ત્યાં ચારિત્ર પામતો નથીઃ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates १६८]
[स्वामिडार्तिध्यानुप्रेक्षा अहवा देवो होदि हु तत्थ वि पावेदि कह वि सम्मत्तं। तो तवचरणं ण लहदि देसजमं सीललेसं पि।।२९८ ।। अथवा देवः भवति स्फुटं तत्र अपि प्राप्नोति कथमपि सम्यक्त्वम्। ततः तपश्चरणं न लभते देशयमं शीललेशं अपि।। २९८ ।।
અર્થ- અથવા મનુષ્યપણામાં કદાચિત્ શુભપરિણામોથી દેવ પણ થાય અને કદાચિત ત્યાં સમ્યકત્વ પણ પામે તો ત્યાં તપશ્ચરણચારિત્ર પામતો નથી. દેશવ્રત- શ્રાવકવ્રત તથા શીલવ્રત એટલે બ્રહ્મચર્ય અથવા સતશીલનો લવલેશ પણ પામતો નથી.
હવે કહે છે કે આ મનુષ્યગતિમાં જ તપશ્ચરણાદિક છે એવો नियम छ:मणुवगईए वि तओ मणुवगईए महव्वदं सयलं। मणुवगदीए झाणं मणुवगदीए वि णिव्वाणं ।। २९९ ।। मनुजगतौ अपि तपः मनुजगतौ महाव्रतं सकलम्। मनुजगतौ ध्यानं मनुजगतौ अपि' निर्वाणम्।। २९९ ।।
અર્થ:- હે ભવ્યજીવ ! આ મનુષ્યગતિમાં જ તપનું આચરણ હોય છે. આ મનુષ્યગતિમાં જ સકલ મહાવ્રત હોય છે, આ મનુષ્યગતિમાં જ ધર્મ-શુલધ્યાન હોય છે તથા આ મનુષ્યગતિમાં જ નિર્વાણ અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ હોય છે. इय दुलहं मणुयत्तं लहिऊणं जे रमंति विसएसु। ते लहिय दिव्वरयणं भूइणिमित्तं पजालंति।।३०० ।। इति दुर्लभं मनुजत्वं लब्ध्वा ये रमन्ते विषयेषु। ते लब्ध्वा दिव्यरत्नं भूतिनिमित्तं प्रज्वालयन्ति।।३०० ।।
१-२ मही 'अपि' श६ निश्चयार्थं माटे छे.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધિદુર્લભાનુપ્રેક્ષા].
[૧૬૯ અર્થ- એવું આ મનુષ્યપણું પામી જે ઇન્દ્રિયવિષયોમાં રમે છે તે દિવ્ય અમૂલ્ય રત્નને પામી, તેને ભસ્મને માટે દગ્ધ કરે છે.
ભાવાર્થ- અતિ કઠણતાથી પ્રાપ્ત થવા યોગ્ય એવો આ મનુષ્યપર્યાય એક અમૂલ્ય રત્ન તુલ્ય છે; તેને વિષય-કપાયોમાં રમી વૃથા ગુમાવવો યોગ્ય નથી.
હવે કહે છે કે આ મનુષ્યપણામાં રત્નત્રયને પામી તેનો મહાન આદર કરો:इय सव्वदुलहदुलहं दंसणणाणं तहा चरित्तं च। मुणिऊण य संसारे महायरं कुणह तिहूं पि।।३०१।। इति सर्वदुर्लभदुर्लभं दर्शनज्ञानं तथा चारित्रं च। ज्ञात्वा च संसारे महादरं कुरुत त्रयाणां अपि।।३०१।।
અર્થ:- આ બધું દુર્લભમાં પણ દુર્લભ જાણી તથા દર્શન-જ્ઞાનચારિત્ર સંસારમાં દુર્લભથી પણ દુર્લભ જાણી, એ દર્શન-જ્ઞાનચારિત્રનો હે ભવ્યજીવો! તમે મહાન આદર કરો !
ભાવાર્થ- નિગોદમાંથી નીકળી ઉપર કહ્યા અનુક્રમથી સર્વ દુર્લભથી પણ દુર્લભ જાણો ! વળી તેમાં પણ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પ્રાપ્તિ તો અત્યંત દુર્લભ સમજો! તેને પામીને ભવ્યજીવોએ તેનો મહાન આદર કરવો યોગ્ય છે.
ઇતિ બોધિદુર્લભ અનુપ્રેક્ષા સમાસ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #197
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨. ધર્માનુપ્રેક્ષા હવે ધર્માનુપ્રેક્ષાનું નિરૂપણ કરે છે. ત્યાં “ધર્મનું મૂળ સર્વજ્ઞદેવ છે”-એમ પ્રગટ કરે છેजो जाणदि पचक्खं तियालगुणपज्जुएहिं संजुत्तं। लोयालोयं सयलं सो सव्वडू हवे देवो।।३०२।। यः जानाति प्रत्यक्षं त्रिकालगुणपर्ययैः संयुक्तम्। लोकालोकं सकलं सः सर्वज्ञः भवेत् देवः ।। ३०२।।
અર્થ - ત્રિકાલ ગોચર સમસ્ત ગુણ-પર્યાયો સહિત સંપૂર્ણ લોક-અલોકને જે પ્રત્યક્ષ જાણે છે તે સર્વશદેવ છે.
ભાવાર્થ- આ લોકમાં જીવદ્રવ્ય અનંતાનંત છે, તેનાથી અનંતાનંત ગણાં પુદ્ગલદ્રવ્યો છે, આકાશ, ધર્મ અને અધર્મદ્રવ્ય એકએક છે તથા અસંખ્યાત કાલાણુદ્રવ્યો છે, લોકાકાશની પાર ( આસપાસ) અનંતપ્રદેશી આકાશદ્રવ્ય છે તે અલોક છે. તે સર્વ દ્રવ્યોનો અનંત સમયરૂપ ભૂતકાળ તથા તેનાથી અનંતગણ સમયરૂપ ભવિષ્યકાળ છે. તે કાળના સમયસમયવર્તી એક દ્રવ્યના અનંત અનંત પર્યાય છે. તે બધાંય દ્રવ્યપર્યાયોને, યુગપ (એકસાથ) એક સમયમાં પ્રત્યક્ષ સ્પષ્ટ ભિન્ન ભિન્ન જેમ છે તેમ, જેનું જ્ઞાન જાણે છે તે સર્વજ્ઞદેવ છે. એ જ દેવ છે, બાકી બીજાને દેવ કહેવામાં આવે છે તે કહેવામાત્ર છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મનું સ્વરૂપ કહેવામાં આવશે. તે ધર્મનું યથાર્થ સ્વરૂપ ઇન્દ્રિયગોચર નથી પણ અતીન્દ્રિય છે અને તેનું ફળ સ્વર્ગ-મોક્ષ છે તે પણ અતીન્દ્રિય છે. છદ્મસ્થને ઇન્દ્રિયજ્ઞાન છે તે પરોક્ષ
૧ જાઓ પાછળ ગાથા ૨૨૧
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #198
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ૧૭૧ તેને જ્ઞાનગોચર નથી. જે સર્વ પદાર્થોને પ્રત્યક્ષ દેખે તે ધર્મનું
સ્વરૂપ પણ પ્રત્યક્ષ દેખે. એટલા માટે એ ધર્મનું સ્વરૂપ શ્રીસર્વજ્ઞદેવનાં વચનથી જ પ્રમાણ છે, અન્ય છાનું કહેલું પ્રમાણ નથી, પરંતુ સર્વજ્ઞના વચનની પરંપરાપૂર્વક છમસ્થ કહે તે પ્રમાણ છે. તેથી ધર્મના સ્વરૂપકથનમાં મૂળકારણરૂપ સર્વજ્ઞનું અહીં સ્થાપન કર્યું.
હવે જે સર્વજ્ઞને માનતો નથી તેને કહે છે:जदि ण हवदि सव्वहू ता को जाणदि अदिदियं अत्थं। इंन्द्रियणाणं ण मुणदि थूलं पि असेसपज्जायं।। ३०३।। यदि न भवति सर्वज्ञः ततः कः जानाति अतीन्द्रियं अर्थम्। इन्द्रियज्ञानं न जानाति स्थूलं अपि अशेषपर्यायम्।।३०३।।
અર્થ- હે સર્વજ્ઞના અભાવવાદી? જો સર્વજ્ઞ ન હોય તો અતીન્દ્રિય પદાર્થો- ઇન્દ્રિયગોચર નથી એવા પદાર્થોને-કોણ જાણે? ઇન્દ્રિયજ્ઞાન તો ઇન્દ્રિયોના સંબંધમાં આવેલા વર્તમાન સ્થલ પદાર્થોને જાણે છે. તેના પણ સમસ્ત પર્યાયોને તે જાણતું નથી.
ભાવાર્થ- સર્વજ્ઞનો અભાવ મીમાંસક તથા નાસ્તિક કહે છે. તેમને અહીં નિષેધ્યા છે કે જો સર્વજ્ઞ ન હોય તો અતીન્દ્રિયપદાર્થોને કોણ જાણે? કારણ કે ધર્મ-અધર્મનું ફળ તો અતીન્દ્રિય છે, તેને સર્વજ્ઞ વિના (યથાર્થ-પૂર્ણ) કોઈ જાણી શકતું નથી. એટલા માટે ધર્મ-અધર્મના ફળને ચાહતો જે પુરુષ છે તે તો સર્વજ્ઞને માન્ય કરી તેમના વચનાનુસાર ધર્મના સ્વરૂપનો નિશ્ચય કરી અંગીકાર કરો! तेणुवइट्ठ धम्मो संगासत्ताण तह असंगाणं। पढमो बारहभेओ दहभेओ भासिओ बिदिओ।।३०४।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #199
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા तेन उपदिष्ट: धर्म: सङ्गासक्तानां तथा असङ्गानां। प्रथम: द्वादशभेद: दशभेद: भाषितः द्वितीयः।। ३०४।।
અર્થ- એ સર્વજ્ઞદેવથી ઉપદેશિત ધર્મ બે પ્રકારથી છે. એક તો સંગથી આસક્ત ગૃહસ્થનો અને બીજો અસંગ મુનિનો. ત્યાં પ્રથમ ગૃહસ્થનો ધર્મ તો બાર ભેદરૂપ છે તથા બીજો મુનિનો ધર્મ દશ ભેદરૂપ છે.
હવે ગૃહસ્થ ધર્મના બાર ભેદોનાં નામ બે ગાથામાં કહે છે:सम्मइंसणसुद्धो रहिओ मज्जाइथूलदोसेहिं। वयधारी सामाइउ पव्ववई पासुयाहारी।।३०५।। राईभोयणविरओ मेहुणसारंभसंगचत्तो य। कजाणुमोयविरओ उद्दिट्टाहारविरदो य।। ३०६ ।। सम्यग्दर्शनशुद्धः रहितः मद्यादिस्थूलदोषैः। व्रतधारी सामायिक: पर्वव्रती प्रासुकाहारी।।३०५ ।। रात्रिभोजनविरत: मैथुनसारम्भसङ्गत्त्यक्त: च। વાર્યાનુમો વિરત: ઉદ્દિષ્ટાદારવિરત: વાા રૂ૦લ્ ા
અર્થ- સમ્યગ્દર્શન શુદ્ધ છે જેને એવા (૧) મધાદિક સ્કૂલ દોષોથી રહિત દર્શનપ્રતિમા ધારક, (૨) પાંચ અણુવ્રત-ત્રણ ગુણવ્રતચાર શિક્ષાવ્રત એવા બાર વ્રતો સહિત વ્રતપ્રતિમાધારી, (૩) સામાયિક પ્રતિમાધારી, (૪) પર્વવ્રતી (પૌષધોપવાસ પ્રતિમાધારી), (૫) પ્રાસુક-આહારી, (૬) રાત્રીભોજનત્યાગી (૭) મૈથુનત્યાગી, (૮) આરંભત્યાગી, (૯) પરિગ્રહત્યાગી, (૧૦) કાર્યાનુમોદનારહિત, (૧૧) ઉદિષ્ટાહારવિરત. એ પ્રમાણે (અગિયાર પ્રતિમા અને એક શુદ્ધ સમ્યગ્દર્શન મૂળ મળી ) શ્રાવકધર્મના બાર ભેદ છે. તેમાં પ્રથમ ભેદ તો પચ્ચીસ મળદોષરહિત શુદ્ધ અવિરતસમ્યગ્દર્શન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #200
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા] છે તથા બાકીના અગિયાર ભેદ પ્રતિમાઓના વ્રતો સહિત હોય તે વ્રતી શ્રાવક છે.
હવે એ બારે ધર્મોનાં સ્વરૂપ વગેરેનું વ્યાખ્યાન કરે છે. ત્યાં પ્રથમ જ અવિરતસમ્યગ્દષ્ટિનું સ્વરૂપ કહે છે. તેમાં પણ પહેલાં સમ્યકત્વ ઉત્પત્તિની યોગ્યતાનું નિરૂપણ કરે છે:चदुगदिभव्वो सण्णी सुविसुद्धो जग्गमाणपजुत्तो। संसारतडे णियडो णाणी पावेइ सम्मत्तं ।। ३०७।।
चतुर्गतिभव्यः संज्ञी सुविशुद्धः जाग्रत्पर्याप्तः। संसारतटे निकट: ज्ञानी प्राप्नोति सम्यक्त्वम्।।३०७।।
અર્થ:- આવો જીવ સમ્યકત્વને પામે છે કે જે પ્રથમ તો ભવ્યજીવ હોય, કારણ કે અભવ્યને સમ્યકત્વ થાય નહિ. વળી ચારે ગતિમાં સમ્યકત્વ ઊપજે છે, ત્યાં પણ મન સહિત સંજ્ઞીને ઊપજે છે પણ અસંજ્ઞીને ઊપજતું નથી; તેમાં પણ વિશુદ્ધ (શુભ) પરિણામી અને શુભ લેશ્યા સહિત હોય; અશુભ લેશ્યામાં પણ શુભ લેશ્યા સમાન કષાયસ્થાનકોમાં હોય તેને પણ ઉપચારથી વિશુદ્ધ કહેવામાં આવે છે, પરંતુ સંકલેશ પરિણામોમાં સમ્યકત્વ ઊપજતું નથી; જાગ્રતાવસ્થામાં થાય પણ નિદ્રાવસ્થામાં થાય નહિ. પૂર્ણ પર્યાતિવાળાને થાય પણ અપર્યાપ્તઅવસ્થામાં થાય નહિ; સંસારકિનારો જેને નજીક વર્તતો હોય અર્થાત્ નિકટભવ્ય હોય, કારણઅદ્ધપુદગલપરાવર્તન કાળ પહેલાં સમ્યકત્વ ઊપજતું નથી; તથા જ્ઞાની હોય એટલે સાકાર ઉપયોગવાન હોય, કારણ કે નિરાકાર દર્શનોપયોગમાં સમ્યકત્વ ઊપજતું નથી. આવા જીવને સમ્યકત્વની ઉત્પત્તિ થાય છે.
હવે સમ્યકત્વના ત્રણ પ્રકાર છે તેમાં, ઔપથમિક અને ક્ષાયિક-સમ્યકત્વની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે કહે છે –
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #201
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪ ]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
सत्त पयडीणं उवसमदो होदि उवसमं सम्मं । खयदो य होदि खइयं केवलिमूले मणूसस्स ।। ३०८ ।। सप्तानां प्रकृतीनां उपशमतः भवति उपशमं सम्यक्त्वम् । क्षयत: च भवति क्षायिकं केवलिमूले मनुष्यस्य ।। ३०८ ।।
અર્થ:- મિથ્યાત્વ, સભ્યમિથ્યાત્વ, સમ્યક્પ્રકૃતિમિથ્યાત્વ, અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ એ સાત મોહકર્મની પ્રકૃતિઓનો ઉપશમ થતાં ઔપમિક સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે તથા એ સાતે મોહકર્મની પ્રકૃતિઓનો ક્ષય થતાં ક્ષાયિક સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. આ ક્ષાયિક સમ્યક્ત્વ કેવળજ્ઞાની વા શ્રુતકેવળીના નિકટપણામાં કર્મભૂમિના મનુષ્યને જ ઊપજે છે.
ભાવાર્થ:- અહીં એમ-જાણવું કે ક્ષાયિક સમ્યક્ત્વનો પ્રારંભ તો કેવલી-શ્રુતકેવલીની નિકટતામાં કર્મભૂમિના મનુષ્યને જ થાય છે તથા તેની નિષ્ઠાપના (પૂર્ણતા ) અન્ય ગતિમાં (ચારે ગતિમાંથી કોઈ એકમાં) પણ થાય છે.
૧
હવે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કેવી રીતે થાય છે તે કહે છે :अणउदयादो छद्धं सजाइरूवेण उदयमाणाणं । सम्मत्तकम्मउदए खयउवसमियं हवे सम्मं ।। ३०९ ।। अनुदयात् षण्णां स्वजातिरूपेण उदयमानानाम् । सम्यक्त्वकर्मोदये क्षायोपशमिकं भवेत् सम्यक्त्वम्।। ३०९।।
અર્થ:- પૂર્વોક્ત સાત પ્રકૃતિઓમાંથી છ પ્રકૃતિઓનો ઉદય ન હોય તથા સજાતિરૂપે એટલે સમાનજાતીય પ્રકૃતિરૂપે ઉદય હોય તથા સમ્યકર્મપ્રકૃતિનો ઉદય થતાં ક્ષાયોપશમિક સમ્યક્ત્વ થાય છે.
ભાવાર્થ:- મિથ્યાત્વ અને સમ્યમિથ્યાત્વના ઉદયનો અભાવ
૧ જુઓ ગોમ્મટ જીવ ગાથા ૬૪૭
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #202
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
૧૭૫ હોય, સમ્યફપ્રકૃતિનો ઉદય હોય, અનંતાનુબંધી ક્રોધ-માન-માયાલોભના ઉદયનો અભાવ હોય તથા વિસંયોજન કરી અપ્રત્યાખ્યાનાવરણાદિરૂપથી ઉદયમાન હોય, તે વેળા ક્ષાયોપથમિક સમ્યકત્વ ઊપજે છે. આ ત્રણે સમ્યકત્વની ઉત્પત્તિનું વિશેષ કથન શ્રી ગોમ્મદસાર-લબ્ધિસારથી જાણવું.
હવે ઔપશમિક-ક્ષાયોપથમિક સમ્યકત્વ, અનંતાનુબંધીનું વિસંયોજન તથા દેશવ્રત-એ ત્રણેનું પ્રાપ્ત થવું તથા છૂટી જવું ઉત્કૃષ્ટતાથી કહે છે :गिदि मुंचदि जीवो बे सम्मत्ते असंखवाराओ। पढमकसायविणासं देसवयं कुणइ उक्किठें।। ३१०।।
गृह्णाति मुञ्चति जीवः द्वे सम्यक्त्वे असंख्यवारान्। प्रथमकषायविनाशं देशव्रतं करोति उत्कृष्टम्।। ३१० ।।
અર્થ - પથમિક-ક્ષાયોપથમિક એ બંને સમ્યકત્વ તથા અનંતાનુબંધીનો વિનાશ અર્થાત્ વિસંયોજન ( એટલે તેને અપ્રત્યાખ્યાનાદિરૂપ પરિણમાવવું) અને દેશવ્રત એ ચારેને આ જીવ ઉત્કૃષ્ટ અસંખ્યાત વાર ગ્રહણ કરે છે તથા છોડ છે.
ભાવાર્થ - પલ્યના અસંખ્યાતમાં ભાગપ્રમાણ જે અસંખ્યાત છે તેટલી વાર ઉત્કૃષ્ટપણે (ઉપરનાં ચારેને) આ જીવ ગ્રહણ કરે તથા છોડે, તે પછી મુક્તિ પ્રાપ્ત થાય છે.
એ પ્રમાણે સાત પ્રકૃતિના ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું સમ્યકત્વ જેનાથી જાણી શકાય એવા તત્ત્વાર્થ
૧ જે ત્રણ કરણ વડે અનંતાનુબંધીના પરમાણુઓને અન્ય ચારિત્રમોહનીયની પ્રકૃતિરૂપ પરિણમાવી તેની (અનંતાનુબંધીની) સત્તાનો નાશ કરવામાં આવે તેનું નામ વિસંયોજન છે.
(જુઓ ગુજરાતી મોક્ષમાર્ગપ્રકાશક અo ૯ પૃષ્ઠ ૩૩૬ ) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #203
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
શ્રદ્ધાનને નવ ગાથાસૂત્રો દ્વારા કહે છે :
जो तच्चमणेयंतं णियमा सद्दहदि सत्तभंगेहिं । लोयाण पह्नवसदो ववहारपवत्तणट्टं च।। ३११।। जो आयरेण मण्णदि जीवाजीवादि णवविहं अत्थं । सुदणाणेय णएहिं य सो सद्दिट्ठी हवे सुद्धो ।। ३१२ ।।
यः तत्त्वं अनेकान्तं नियमात् श्रद्दधाति सप्तभङ्गैः । लोकानां प्रश्नवशतः व्यवहारप्रवर्त्तनार्थं વાત ? || यः आदरेण मन्यते जीवाजीवादि नवविधं अर्थम् । શ્રુતજ્ઞાનેન નથૈ: ૪ સ: સદૃષ્ટિ: ભવેત્ શુદ્ધ:।।૧૨।।
અર્થ:- જે પુરુષ સસ ભંગો દ્વારા અનેકાન્તતત્ત્વોનું નિયમથી શ્રદ્ધાન કરે છે, [કારણ કે લોકોના પ્રશ્નવશ વિધિ-નિષેધથી વચનના સાત જ ભંગ થાય છે. (યથા પ્રશ્નવશાવેસ્મિન્વસ્તુવિરોધેન વિધિપ્રતિષેષવિલ્પના સપ્તમની: શ્રી રાજવાર્તિક-સૂત્ર ૫, કારિકા ૫, પૃષ્ઠ ૨૪) તેથી વ્યવહા૨પ્રવર્તના અર્થે પણ સાત ભંગોથી વચનની પ્રવૃત્તિ થાય છે.] વળી જે જીવ-અજીવાદિ નવ પ્રકારના પદાર્થોને શ્રુતજ્ઞાનપ્રમાણથી અને તેના ભેદ જે નય તેનાથી પોતાના આદર યત્ન-ઉધમથી માને-શ્રદ્ધાન કરે તે શુદ્ધ સમ્યગ્દષ્ટિ છે.
ભાવાર્થ:- વસ્તુનું સ્વરૂપ અનેકાન્ત છે. જેમાં અનેક અંત અર્થાત્ ધર્મ હોય તેને અનેકાન્ત કહે છે. તે ધર્મ અસ્તિત્વ, નાસ્તિત્વ, એકત્વ, અનેકત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, ભેદત્વ, અભેદત્વ, અપેક્ષાત્વ, દૈવસાધ્યત્વ, પૌરુષસાધ્યત્વ, ઠંતુસાધ્યત્વ, આગમસાધ્યત્વ, અંતરંગત્વ, બહિરંગત્વ ઇત્યાદિ તો સામાન્યધર્મ છે તથા દ્રવ્યત્વ, પર્યાયત્વ, જીવત્વ, અવત્વ, સ્પર્શત્વ, રસત્વ, ગન્ધત્વ, વર્ણત્વ, શબ્દત્વ, શુદ્ધત્વ, અશુદ્ધત્વ, મૂર્તત્વ, અમૂર્તત્વ, સંસારત્વ, સિદ્ધત્વ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #204
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[૧૭૭
અવગાહત્વ, ગતિòતુત્વ, સ્થિતિહેતુત્વ, વર્તનાહેતુત્વ ઇત્યાદિ વિશેષ ધર્મ છે.
'
'
,
હવે પ્રશ્નકારના પ્રશ્નવશાત્ વિધિ-નિષેધરૂપ વચનના સાત ભંગ થાય છે. તેને ‘સ્યાત્ ' એ પદ લગાવવું. સ્યાત્ એટલે ‘ કંથચિત્ ’–‘ કોઈ પ્રકારથી ' એવા અર્થમાં છે. એ વડે વસ્તુને અનેકાન્તરૂપ સાધવી. ત્યાં (૧) ‘વસ્તુ સ્યાત્ અસ્તિરૂપ છે' એ પ્રમાણે કોઈ પ્રકા૨થી-પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી-વસ્તુને અસ્તિત્વરૂપ કહે છે, (૨) ‘વસ્તુ સ્યાત્ નાસ્તિત્વરૂપ છે' એ પ્રમાણે પર વસ્તુના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નાસ્તિત્વરૂપ કહે છે, (૩) ‘વસ્તુ સ્યાત્ અસ્તિત્વ-નાસ્તિત્વરૂપ છે' એ પ્રમાણે વસ્તુમાં બંને ધર્મ હોય છે અને વચન દ્વારા ક્રમથી કહેવામાં આવે છે, (૪) ‘વસ્તુ સ્યાત્-અવક્તવ્ય છે' એ પ્રમાણે વસ્તુમાં બંને ધર્મ એક કાળમાં હોય છે તોપણ વચન દ્વારા એક કાળમાં તે કહ્યા જતા નથી તેથી તે કોઈ પ્રકારથી અવક્તવ્ય છે, (૫) ‘વસ્તુ સ્યાત્ અસ્તિઅવક્તવ્ય છે' એ પ્રમાણે અસ્તિત્વથી કહી જાય છે અને બંને ધર્મ એક કાળમાં છે તેથી કહી જતી નથી એ રીતે વક્તવ્ય પણ છે તથા અવક્તવ્ય પણ છે, તેથી સ્યાત્ અસ્તિઅવક્તવ્ય ’ છે. (૬) એ જ પ્રમાણે ‘વસ્તુ સ્યાત્ નાસ્તિ-અવક્તવ્ય છે' એમ કહેવી, તથા (૭) બંને ધર્મ ક્રમપૂર્વક કહ્યા જાય પણ એક સાથે કહ્યા ન જાય માટે ‘ વસ્તુ સ્યાત્ અસ્તિનાસ્તિ-અવક્તવ્ય છે' એ પ્રમાણે સાત જ ભંગ કોઈ પ્રકારથી સંભવે છે. અને એ જ રીતે એકત્વ, અનેકત્વ આદિ સામાન્ય ધર્મો ઉપર સાત ભંગ વિધિનિષેધપૂર્વક લગાવવા. જ્યાં જેવી અપેક્ષા સંભવિત હોય ત્યાં તેવી લગાવવી.
'
વળી એ જ પ્રમાણે જીવત્વ આદિ વિશેષ ધર્મોમાં પણ (સાત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #205
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮ ]
'
[સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા સાત ભંગ) લગાવવા. જેમ જીવ નામની વસ્તુ ઉ૫૨ ‘સ્યાત્ જીવત્વ, સ્યાદ્ અજીવત્વ ' ઇત્યાદિ પ્રકારે લગાવવા. ત્યાં અપેક્ષા આ પ્રમાણે છે કે-પોતાનો જીવત્વધર્મ પોતાનામાં છે માટે જીવત્વ છે, પણ ૫૨ અજીવનો અવત્વ ધર્મ તેમાં નથી, તથા અન્ય ધર્મોને મુખ્ય કરી કહીએ તો તેની અપેક્ષાએ અજીવત્વ છે ઇત્યાદિ પ્રકારથી લગાવવા. તથા જીવ અનંત છે એની અપેક્ષાએ પોતાનું જીવત્વ પોતાનામાં છે અને પરનું જીવત્વ તેમાં નથી તેથી એ અપેક્ષાએ અજીવત્વ છે એમ પણ સાધી શકાય છે. ઇત્યાદિ અનાદિનિધન અનંત જીવ-અજીવ વસ્તુ છે, તે સર્વમાં પોતપોતાના દ્રવ્યત્વ-પર્યાયત્વ આદિ અનંત ધર્મ છે, તે સર્વ સહિત સસભંગ સાધવા. વળી તેના સ્થૂલપર્યાય છે તે પણ ચિરકાળસ્થાયી અનેક ધર્મરૂપ હોય છે, જેમ કે જીવ સંસારી-સિદ્ધ. સંસારીમાં ત્રસ અને સ્થાવર, તેમાં મનુષ્ય-તિર્યંચ આદિ, પુદ્ગલમાં પણ અણુસ્કંધ, ઘટ-પટ આદિ. હવે તેમાં પણ કથંચિત્ વસ્તુપણું સંભવે છે; એ પણ ઉપર પ્રમાણે સસભંગથી સાધવા. વળી એ જ પ્રમાણે જીવ-પુદ્દગલના સંયોગથી થયેલા આસવ, બંધ, સંવર, નિર્જરા, પુણ્ય, પાપ અને મોક્ષ આદિ ભાવમાં પણ બહુધર્મપણાની અપેક્ષાએ તથા પરસ્પર વિધિનિષેધથી અનેક ધર્મરૂપ કથંચિત્ વસ્તુપણું સંભવે છે. એ સર્વ પણ સમભંગથી સાધવા.
જેમ એક પુરુષમાં પિતાપણું, પુત્રપણું, મામાપણું, ભાણેજપણું, કાકાપણું અને ભત્રિજાપણું આદિ ધર્મ હોય છે તે પોતપોતાની અપેક્ષાએ વિધિ-નિષેધપૂર્વક સાત ભંગ દ્વારા જાણવા. આ નિયમથી જાણવું કે–વસ્તુમાત્ર અનેક ધર્મસ્વરૂપ છે. તે સર્વને જે અનેકાન્ત જાણી શ્રદ્ધાન કરે તથા એ જ પ્રમાણે લોકમાં વ્યવહાર પ્રવર્તાવે તે સમ્યગ્દષ્ટિ છે. જીવ, અજીવ, આસ્રવ, બંધ, પુણ્ય, પાપ, સંવર, નિર્જરા અને મોક્ષ એ નવ પદાર્થ છે, તેમને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #206
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[ ૧૭૯
ઉપર પ્રમાણે જ સાત ભંગથી સાધવા. તેનું સાધન શ્રુતજ્ઞાનપ્રમાણ છે, તેના ભેદ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક છે અને તેના પણ ભેદ નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજીસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય છે. વળી તેના પણ ઉત્તરોત્તર જેટલા વચનના પ્રકાર છે તેટલા ભેદ છે. તેને પ્રમાણસમભંગી તથા નયસસભંગીના વિધાન દ્વારા સાધી શકાય છે. એનું ન પ્રથમ લોકભાવનામાં કર્યું છે, તથા તેનું વિશેષ કથન શ્રી તત્ત્વાર્થસૂત્રની ટીકાથી જાણવું. એ પ્રમાણે પ્રમાણ-નય દ્વારા જીવાદિ પદાર્થોને જાણીને જે શ્રદ્ધાન કરે તે શુદ્ધ સમ્યગ્દષ્ટિ થાય છે.
અહીં આ વિશેષ જાણવું કે-નય, વસ્તુના એક એક ધર્મનો ગ્રાહક છે અને તે પોતપોતાના વિષયરૂપ ધર્મને ગ્રહણ કરવામાં સમાન છે, તોપણ પુરુષ પોતાના પ્રયોજનવશ તેને મુખ્ય-ગૌણ કરીને કહે છે. જેમ જીવ નામની વસ્તુમાં અનેક ધર્મ છે તોપણ ચેતનપણું આદિ પ્રાણધારણપણું અજીવોથી અસાધારણ જોઈએ અજીવોથી ( જીવને ) જુદો બતાવવા માટે પ્રયોજનવશ મુખ્ય કરી ચેતનવસ્તુનું ‘જીવ’ નામ રાખ્યું. એ જ પ્રમાણે સર્વ ધર્મોને પ્રયોજનવશ મુખ્ય-ગૌણ કરવાની વિધિ જાણવી.
અહીં એ જ આશયથી અધ્યાત્મ કથનીમાં મુખ્યને તો નિશ્ચય કહ્યો છે તથા ગૌણને વ્યવહાર કહ્યો છે. ત્યાં અભેદધર્મને તો પ્રધાનપણે નિશ્ચયનો વિષય હ્યો અને ભેદ-નયને ગૌણ કરી વ્યવહાર કહ્યો. વળી દ્રવ્ય તો અભેદ છે તેથી નિશ્ચયનો આશ્રય દ્રવ્ય છે, તથા પર્યાય ભેદરૂપ છે તેથી વ્યવહારનો આશ્રય પર્યાય છે. ત્યાં પ્રયોજન આ છે કે-વસ્તુને ભેદરૂપ તો સર્વ લોક જાણે છે-અને જે જાણે છે તે જ પ્રસિદ્ધ છે, તેનાથી તો લોક પર્યાયબુદ્ધિ છે. જીવને નરનારકાદિક પર્યાય છે, રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા-લોભાદિ પર્યાય છે તથા જ્ઞાનના ભેદરૂપ મતિજ્ઞાનાદિ પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #207
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
પર્યાય છે, એ સર્વ પર્યાયોને જ લોક જીવ માને છે, તેથી એ પર્યાયોમાં અભેદરૂપ અનાદિ અનંત એકભાવરૂપ ચેતનાધર્મને ગ્રહણ કરી તેને નિશ્ચયનયનો વિષય કહી જીવદ્રવ્યનું જ્ઞાન કરાવ્યું, અને પર્યાયાશ્રિત ભેદનયને ગૌણ કર્યો. અભેદષ્ટિમાં તે ( ભેદનય ) દેખાતો નથી તેથી અભેદનયનું દઢશ્રદ્ધાન કરાવવા માટે કહ્યું કેપર્યાયનય છે તે વ્યવહાર છે-અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. ભેદબુદ્ધિના એકાન્તનું નિરાકરણ કરવા માટે આમ કહેવામાં આવે છે. પરંતુ ત્યાં એમ નથી કે આ ભેદ છે તેને અસત્યાર્થ કહ્યો છે-વસ્તુનું સ્વરૂપ નથી. જો એ પ્રમાણે કોઈ સર્વથારૂપ માને તો તે અનેકાન્તમાં સમજ્યો નથી પણ સર્વથા એકાન્તશ્રદ્ધાનથી મિથ્યાદષ્ટિ જ રહે છે. અધ્યાત્મશાસ્ત્રમાં જ્યાં નિશ્ચય-વ્યવહારનય કહ્યા છે ત્યાં પણ એ બંનેના પરસ્પર વિધિનિષેધપૂર્વક સમભંગથી વસ્તુને સાધવી. જો એકને સર્વથા સત્યાર્થ માનવામાં આવે અને એકને સર્વથા અસત્યાર્થ માનવામાં આવે તો ત્યાં મિથ્યાશ્રદ્ધાન થાય છે માટે ત્યાં પણ ‘કચિત્ ’ સમજવું.
વળી અન્ય વસ્તુને અન્યમાં આરોપણ કરી પ્રયોજન સાધવામાં આવે છે તેને ઉપચારનય કહેવામાં આવે છે અને તે પણ વ્યવહારનયમાં ગર્ભિત છે એમ કહ્યું છે. જ્યાં પ્રયોજન કે નિમિત્ત હોય ત્યાં ઉપચાર પ્રવર્તે છે. જેમ ‘ઘીનો ઘડો ' કહીએ ત્યાં માટીના ઘડાના આશ્રયે ઘી ભર્યું હોય ત્યાં વ્યવહા૨ીજનોને આધાર-આધેયભાવ દેખાય છે તેને પ્રધાન કરીને કહેવામાં આવે છે કે ‘ઘીનો ઘડો છે'. લોક પણ એમ જ કહેવાથી સમજે અને ઘીનો ઘડો મંગાવે તો તેને લાવે. તેથી ઉપચારમાં પણ પ્રયોજન સંભવે છે. એ જ પ્રમાણે અભેદનયને મુખ્ય કરવામાં આવે ત્યાં અભેદષ્ટિમાં ભેદ દેખાતો નથી ત્યારે તેમાં જ ભેદ કહે તે અસત્યાર્થ છે એટલે ત્યાં પણ ઉપચાર સિદ્ધ થાય છે. આ મુખ્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #208
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[ ૧૮૧
ગૌણના ભેદને (રહસ્યને ) સમ્યગ્દષ્ટિ જાણે છે.
મિથ્યાદષ્ટિ અનેકાન્તવસ્તુને જાણતો નથી પણ સર્વથા એક ધર્મ ઉ૫૨ દૃષ્ટિ પડતાં તેને જ સર્વથારૂપ વસ્તુ માની અન્ય ધર્મોને કાં તો સર્વથા ગૌણ કરી અસત્યાર્થ માને છે અને કાં તો અન્ય ધર્મોનો સર્વથા અભાવ જ માને છે-મિથ્યાશ્રદ્ધાનને દઢ કરે છે. અને તે મિથ્યાત્વ નામની કર્મ-પ્રકૃતિના ઉદયથી યથાર્થ શ્રદ્ધા થતી નથી તેથી એ પ્રકૃતિના કાર્યને પણ મિથ્યાત્વ જ કહેવામાં આવે છે. એ પ્રકૃતિનો અભાવ થતાં તત્ત્વાર્થોનું યથાર્થ શ્રદ્ધાન થાય છે તે આ અનેકાન્તવસ્તુમાં પ્રમાણ નયથી સાતભંગ દ્વારા સાધવામાં આવે તે સમ્યક્ત્વનું કાર્ય છે. તેથી તેને પણ સમ્યક્ત્વ જ કહેવામાં આવે છે એમ જાણવું.
જૈનદર્શનની કથની અનેક પ્રકારથી છે તેને અનેકાન્તરૂપ સમજવી અને તેનું ફળ અજ્ઞાનનો નાશ થઈ ઉપાદેયની બુદ્ધિ તથા વીતરાગતાની પ્રાપ્તિ છે. આ કથનનો મર્મ (રહસ્ય ) પામવો મહાભાગ્યથી બને છે. આ પંચમ કાળમાં હાલ આ કથનીના વક્તા ગુરુનું નિમિત્ત સુલભ નથી. તેથી શાસ્ત્રને સમજવાનો નિરંતર ઉધમ રાખી (શાસ્ત્રને યથાર્થ) સમજવું યોગ્ય છે; કારણ કે મુખ્યપણે તેના આશ્રયે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. જોકે જિતેંદ્ર-પ્રતિમાનાં દર્શન તથા પ્રભાવના અંગનું દેખવું ઇત્યાદિ સમ્યક્ત્વની પ્રાપ્તિનાં કારણો છે તોપણ શાસ્ત્રશ્રવણ કરવું, ભણવું, તેનું ચિંતવન કરવું, ધારણ કરવું તથા હેતુ-યુક્તિપૂર્વક સ્વમત-પરમતના ભેદને ( તફાવતને ) જાણી, નયવિવક્ષા સમજી, વસ્તુના અનેકાન્તસ્વરૂપનો નિશ્ચય કરવો એ મુખ્ય કારણ છે. તેથી ભવ્યજીવોએ તેનો (આગમના અભ્યાસનો) ઉપાય નિરંતર રાખવો યોગ્ય છે.
હવે સમ્યગ્દષ્ટિ થતાં અનંતાનુબંધીકષાયનો અભાવ થઈ તેના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #209
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા કેવા પરિણામ થાય છે તે કહે છે :जो ण य कुव्वदि गव्वं पुत्तकलत्ताइसव्वअत्थेसु। उवसमभावे भावदि अप्पाणं मुणदि तिणमेत्तं ।। ३१३।। यः न च कुर्वते गर्वं पुत्रकलत्रादिसर्वार्थेषु।। उपशमभावान् भावयति आत्मानं मन्यते तृणमात्रम्।। ३१३।।
અર્થ:- જે સમ્યગ્દષ્ટિ છે તે પુત્ર–કલત્ર આદિ સર્વ પરદ્રવ્યો તથા પરદ્રવ્યોના ભાવોમાં ગર્વ કરતો નથી, (જો પરદ્રવ્યોથી પોતાને મોટો માને તો તેને સમ્યક્ત્વ શાનું?) ઉપશમભાવોને ચિંતવે છે. અનંતાનુબંધી સંબંધી તીવ્ર રાગ-દ્વેષ પરિણામોના અભાવથી ઉપશમભાવોની નિરંતર ભાવના રાખે છે તથા પોતાના આત્માને તૃણસમાન હલકો માને છે, કારણ કે પોતાનું સ્વરૂપ તો અનંત જ્ઞાનાદિરૂપ છે એટલે જ્યાં સુધી તેની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તે પોતાને તૃણ બરાબર માને છે, કોઈ પદાર્થમાં ગર્વ કરતો નથી. विसयासत्तो वि सया सव्वारंभेसु वट्टमाणो वि। मोहविलासो एसो इदि सव्वं मण्णदे हेयं ।। ३१४ ।। विषयासक्तः अपि सदा सर्वारम्भेषु वर्तमानः अपि। मोहविलासः एष: इति सर्वं मन्यते हेयम्।। ३१४।।
અર્થ:- જો કે અવિરતસમ્યગ્દષ્ટિ ઇન્દ્રિયવિષયોમાં આસક્ત છે, ત્રણ-સ્થાવરજીવોનો ઘાત જેમાં થાય એવા સર્વ આરંભમાં વર્તી રહ્યો છે, તથા અપ્રત્યાખ્યાનાવરણાદિ કષાયોના તીવ્ર ઉદયોથી વિરક્ત થયો નથી તોપણ તે એમ જાણે છે કે આ મોહકર્મના ઉદયનો વિલાસ છે, મારા સ્વભાવમાં તે નથી, ઉપાધિ છે–રોગવત્ છે–તજવા યોગ્ય છે. વર્તમાન કષાયોની પીડા સહન થતી નથી તેથી અસમર્થ બની આ વિષયોનું સેવન તથા ઘણા આરંભમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #210
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[૧૮૩ પ્રવર્તવું થાય છે એમ તે માને છે."
उत्तमगुणगहणरओ उत्तमसाहूण विणयसंजुत्तो। साहम्मियअणुराई सो सद्दिट्ठी हवे परमो।। ३१५ ।। उत्तमगुणग्रहणरतः उत्तमसाधूनां विनयसंयुक्तः। साधर्मिकानुरागी स सदृष्टि: भवेत् परमः ।। ३१५ ।।
અર્થ- વળી કેવો છે તે સમ્યગ્દષ્ટિ? ઉત્તમ ગુણો જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ આદિનું ગ્રહણ કરવામાં તો અનુરાગી (ભાવનાવંત) હોય છે, એ ગુણો ધારક ઉત્તમ સાધુજનોના વિનયથી યુક્ત હોય છે તથા પોતા સમાન સમ્યગ્દષ્ટિ સાધર્મી જનોમાં
१ णो इन्दियेसु विरदो णो जीवे थावरे तसे वापि। जो सद्दहदि जिणुत्तं सम्माइट्ठी अविरदो सो।।
(ગોમ્મદસાર જીવ ગા. ૨૯) जीवा चोद्दसभेया इंदियविसया तहवीसं तु। जे तेसु णेव विरया असंजदा ते मुणेदव्वा।।
(ગોમટસાર જીવ ગા૪૭૭) અર્થ- જે ઇન્દ્રિયોના વિષયોથી તથા ત્ર-સ્થાવરજીવોની હિંસાથી વિરક્ત નથી
પરંતુ જિનંદ્રદેવ દ્વારા કથિત પ્રવચનનું શ્રદ્ધાન કરે છે તે અવિરતસમ્યગ્દષ્ટિ છે. સંયમ બે પ્રકારનો છે : એક ઇન્દ્રિયસંયમ તથા બીજા પ્રાણસંયમ. ઇન્દ્રિયવિષયોથી વિરક્ત થવાને ઇન્દ્રિયસંયમ કહે છે તથા સ્વ-પરજીવના પ્રાણોની રક્ષાને પ્રાણસંયમ કહે છે. આ (ચોથા) ગુણસ્થાનમાં એ બંને સંયમોમાંથી કોઈ પણ સંયમ હોતો નથી તેથી તેને અવિરતસમ્યગ્દષ્ટિ કહે છે. હા એટલું ખરું કે
પ્રયોજન વિના કોઈ પણ હિંસામાં તે પ્રવૃત્ત પણ થતો નથી. અર્થ - ચૌદ પ્રકારના જીવસમાસમાં અને અઠ્ઠાવીસ પ્રકારના ઇન્દ્રિયવિષયોમાં જે વિરક્ત ન થવું તેને અસંયમ કહે છે. (ગા. ૪૭૭). પાંચ રસ, પાંચ વર્ણ, બે ગંધ, આઠ સ્પર્શ, સાત સ્વર અને એક મન એ ઇન્દ્રિયોના અઠ્ઠાવીસ વિષય છે. (જુઓ–ગો જીવ ગાઇ ૪૭૮)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #211
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
અનુરાગી-વાત્સલ્યગુણ સહિત હોય એવો તે ઉત્તમ સમ્યગ્દષ્ટિ હોય છે. એ ત્રણે ભાવ ન હોય તો જાણવું કે તેનામાં સમ્યક્ત્વનું યથાર્થપણું નથી.
૧
देहमिलियं पि जीवं णियणाणगुणेण मुणदि जो भिण्णं । जीवमिलियं पि देहं कंचुवसरिसं वियाणेइ ।। ३१६ ।। देहमिलितं अपि जीवं निजज्ञानगुणेन जानाति यः भिन्नम् । जीवमिलितं अपि देहं कञ्चुकसदृशं विजानाति ।। ३१६ । ।
અર્થ:- આ જીવ, દેહની સાથે મળી રહ્યો છે તોપણ, પોતાના જ્ઞાનગુણ વડે પોતાને દેહથી જુદો જ જાણે છે. વળી દેહ જીવની સાથે મળી રહ્યો છે તોપણ, તેને (દેહને) તે કંચુક એટલે કપડાના જામા જેવો જાણે છે. જેમ દેહથી જામો જુદો છે તેમ જીવથી દેહ જુદો છે એમ તે જાણે છે.
णिज्जियदोसं देवं सव्वजिवाणं दयावरं धम्मं । वज्जियगंथं च गुरुं जो मण्णदि सो हु सद्दिट्ठी ।। ३१७ ।।
निर्जितदोषं देवं सर्वजीवानां दयापरं धर्मम् । वर्जितग्रन्थं च गुरुं यः मन्यते सः स्फुटं सद्दृष्टिः।। ३१७।।
અર્થ:- જે જીવ દોષરહિતને દેવ માને છે, સર્વ જીવોની દયાને શ્રેષ્ઠ ધર્મ માને છે તથા નિગ્રંથગુરુને ગુરુ માને છે તે પ્રગટપણે સમ્યગ્દષ્ટિ છે.
ભાવાર્થ:- સર્વજ્ઞ વીતરાગ અઢાર દોષોથી રહિત દેવને દેવ માને છે પણ અન્ય દોષસહિત દેવ છે તેને ‘આ સંસારી છે, પણ મોક્ષમાર્ગી નથી ' એમ જાણી વંદતો-પૂજતો નથી, અહિંસામય
,
૧ સાધર્મીથી અધિક જસ, પરિજન ઉપર પ્રેમ;
તાસ ન સમકિત માનીએ, આગમ નીતિ એમ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #212
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[૧૮૫ ધર્મને ધર્મ જાણે છે. પણ દેવતાઓને અર્થે યજ્ઞાદિમાં પશુને ઘાત કરી ચઢાવવામાં (લોકો) ધર્મ માને છે પણ તેમાં પાપ જ જાણી પોતે તેમાં પ્રવર્તતો નથી તથા ગ્રંથી (બાહ્ય-અંતરંગ પરિગ્રહની મૂછ-પકડ) સહિત અનેક અન્યમતી વેષધારીઓ છે વા કાળદોષથી જૈનમતમાં પણ વેષધારી નિપજ્યા છે તે સર્વને વેષધારી–પાખંડી જાણે પણ તેને વંદેપૂજે નહિ, પરંતુ સર્વ પરિગ્રહરહિત હોય તેમને જ ગુરુ માની વંદનપૂજન કરે; કારણ કે દેવ-ગુરુ-ધર્મના આશ્રયથી તો મિથ્યા કે સમ્યક ઉપદેશ પ્રવર્તે છે. એ કુદેવ-કુગુરુ-કુધર્મનું વંદન-પૂજન તો દૂર રહો તેના સંસર્ગમાત્રથી પણ શ્રદ્ધાન બગડી જાય છે માટે સમ્યગ્દષ્ટિ તો તેઓની સંગતિ પણ કરતો નથી. સ્વામી સમતભદ્રઆચાર્ય રત્નકરંડશ્રાવકાચારમાં એમ કહ્યું છે કે-ભયથી, આશાથી, સ્નેહથી કે લોભથી એ કુદેવ, કુઆગમ તથા કુલિંગી-વેષધારીને પ્રણામ કે તેમનો વિનય જે સમ્યગ્દષ્ટિ છે તે કરતો નથી, તેઓના સંસર્ગથી પણ શ્રદ્ધાન બગડે છે ધર્મની પ્રાપ્તિ તો દૂર જ રહી એમ જાણવું.
હવે મિથ્યાદષ્ટિ કેવો હોય છે તે કહે છે :दोससहियं पि देवं जीवहिंसाइसंजुदं धम्म। गंथासत्तं च गुरुं जो मण्णदि सो हु कुद्दिट्ठी।।३१८ ।। दोषसहितं अपि देवं जीवहिंसादिसंयुतं धर्मम्। ग्रन्थासक्तं च गुरुं यः मन्यते सः स्फुटं कुदृष्टिः।। ३१८ ।।
અર્થ - જે જીવ દોષોસહિત દેવોને તો દેવ માને છે, જીવહિંસા હિતમાં ધર્મ માને છે તથા પરિગ્રહાસક્તને ગુરુ માને છે
१ भयाशास्नेहलोभाच्च कुदेवागमलिंगिनाम्। प्रणामं विनयं चैव न कुर्युः शुद्धदृष्टयः।।
(શ્લોક ૩૦)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #213
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા તે પ્રગટપણે મિથ્યાષ્ટિ છે.
ભાવાર્થ- ભાવમિથ્યાદષ્ટિ તો અદષ્ટ-છુપો મિથ્યાદષ્ટિ છે પરંતુ જે રાગ-દ્વેષ-મોહ આદિ અઢાર દોષો સહિત કુદેવોને દેવ માની વંદેપૂજે છે, હિંસા-જીવવાતાદિમાં ધર્મ માને છે તથા પરિગ્રહમાં આસક્ત એવા વેષધારીને ગુરુ માને છે તે તો પ્રગટ-પ્રસિદ્ધ મિથ્યાદષ્ટિ છે.
હવે કોઈ કહે કે “વ્યતરાદિ દેવ લક્ષ્મી આપે છે ઉપકાર કરે છે. તો તેઓનું પૂજન-વંદન કરવું કે નહિ?” તેને કહે છે :ण य को वि देदि लच्छी ण को वि जीवस्स कुणदि उवयारं। उवयारं अवयारं कम्मं पि सुहासुहं कुणदि।। ३१९ ।। न च कोऽपि ददाति लक्ष्मी न कः अपि जीवस्य करोति उपकारम्। उपकारं अपकारं कर्म अपि शुभाशुभं करोति।। ३१९ ।।
અર્થ:- આ જીવને કોઈ વ્યતરાદિ દેવ લક્ષ્મી આપતો નથી, કોઈ અન્ય ઉપકાર પણ કરતો નથી, પરંતુ માત્ર જીવનાં પૂર્વસંચિત શુભાશુભ કર્મો જ ઉપકાર કે અપકાર કરે છે.
ભાવાર્થ- કોઈ એમ માને છે કે “યંતરાદિ દેવ અમને લક્ષ્મી આપે છે–અમારો ઉપકાર કરે છે તેથી તેઓનું અમે પૂજન વંદન કરીએ છીએ, પણ એ જ મિથ્થાબુદ્ધિ છે. પ્રથમ તો આ કાળમાં કોઈ વ્યંતરાદિ આપતો હોય એવું પ્રત્યક્ષ પોતે દેખ્યું નથી–ઉપકાર કરતો દેખાતો નથી. જો એમ હોય તો તેને પૂજવાવાળા જ દરિદ્રીદુઃખી-રોગી શા માટે રહે? માટે તે વ્યર્થ કલ્પના કરે છે. વળી પરોક્ષરૂપ પણ એવો નિયમરૂપ સંબંધ દેખાતો નથી કે જે પૂજે તેમને અવશ્ય ઉપકારાદિ થાય જ છે; માત્ર આ મોહી જીવ નિરર્થક જ વિકલ્પ ઉપજાવે છે. પૂર્વસંચિત શુભાશુભકર્મો છે તે જ આ જીવને સુખ, દુ:ખ, ધન, દરિદ્રતા, જીવન, મરણ કરે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #214
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
घभानुप्रेक्षu]
[१८७ भत्तीए पुज्जमाणो वितरदेवो वि देदि जदि लच्छी। तो किं धम्मं कीरदि एवं चिंतेइ सद्दिट्ठी।। ३२०।। भक्त्या पूज्यमान: व्यन्तरदेवः अपि ददाति यदि लक्ष्मीम्। तत् किं धर्म: क्रियते एवं चिन्तयति सदृष्टिः।। ३२० ।।
અર્થ- વ્યંતરદેવને જ ભક્તિપૂર્વક પૂજતાં જો તે લક્ષ્મી આપે છે તો ધર્મ કરવાનું પ્રયોજન શું? એમ સમ્યગ્દષ્ટિ વિચારે છે.
ભાવાર્થ- પ્રયોજન તો લક્ષ્મીનું છે. વ્યંતરદેવને જ પૂજતાં તે લક્ષ્મી આપે છે તો ધર્મ શા માટે સેવવો? વળી મોક્ષમાર્ગના પ્રકરણમાં સંસારની લક્ષ્મીનો અધિકાર પણ નથી અને સમ્યગ્દષ્ટિ તો મોક્ષમાર્ગી છે-સંસારની લક્ષ્મીને હેય (છોડવા યોગ્ય ) જાણે છે, તેની તે વાંચ્છા જ કરતો નથી. જો પુણ્યોદયથી મળે તો ભલે મળો, ન મળે તો ન મળો! તે તો માત્ર મોક્ષ સાધવાની જ ભાવના ભાવે છે. તેથી તે સંસારીદેવાદિને શા માટે પૂજે વંદે? કદી પણ તેમને વંદે-પૂજે નહિ.
હવે સમ્યગ્દષ્ટિનો વિચાર કહે છે :जं जस्स जम्मि देसे जेण विहाणेण जम्मि कालम्मि। णादं जिणेण णियदं जम्मं वा अहव मरणं वा।। ३२१।। तं तस्स तम्मि देसे तेण विहाणेण तम्मि कालम्मि। को सक्कदि वारे, इंदो वा तह जिणिंदो वा।। ३२२।। यत् यस्य यस्मिन् देशे येन विधानेन यस्मिन् काले। ज्ञातं जिनेन नियतं जन्म वा अथवा मरणं वा।। ३२१।। तत् तस्य तस्मिन् देशे तेन विधानेन तस्मिन् काले। क: शक्नोति वारयितुं इन्द्रः वा तथा जिनेन्द्रः वा।। ३२२।।
અર્થ:- જે જીવને જે દેશમાં, જે કાળમાં, જે વિધાનથી જે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #215
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮]
( [ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા જન્મ-મરણ ઉપલક્ષણથી દુઃખ-સુખ-રોગ-દરિદ્રતા આદિ થવું સર્વજ્ઞદવે જાણ્યું છે તે એ જ પ્રમાણે નિયમથી થવાનું છે અને તે જે પ્રમાણે થવા યોગ્ય છે તે પ્રાણીને તે જ દેશમાં, તે જ કાળમાં, તે જ વિધાનથી નિયમથી થાય છે, તેને ઇદ્ર કે નિંદ્ર-તીર્થંકરદેવ કોઈ પણ અટકાવી શકતા નથી.
ભાવાર્થ:- સર્વજ્ઞદેવ સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અવસ્થાને જાણે છે અને સર્વજ્ઞના જ્ઞાનમાં જે પ્રતિભાસ્યું છે તે જ નિયમથી થાય છે પણ તેમાં હીનાધિક કાંઈ થતું નથી એમ સમ્યગ્દષ્ટિ વિચારે છે.
હવે “એવો તો સમ્યગ્દષ્ટિ છે પણ તેમાં સંશય કરે છે તે મિથ્યાદષ્ટિ છે” એમ કહે છે :एवं जो णिच्छयदो जाणदि दव्वाणि सव्वपज्जाए। सो सद्दिट्ठी सुद्धो जो संकदि सो हु कुदिठी।। ३२३।। एवं यः निश्चयतः जानाति द्रव्याणि सर्वपर्यायान्। સ: સદૃષ્ટિ: શુદ્ધ: ૫: શંતે : દfe:ો રૂરરૂાા
અર્થ - એ પ્રમાણે નિશ્ચયથી સર્વ જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્યોને તથા તે દ્રવ્યોની સર્વ પર્યાયોને સર્વજ્ઞના આગમ અનુસાર જે જાણે છે-શ્રદ્ધાન કરે છે તે શુદ્ધ સમ્યગ્દષ્ટિ છે તથા જે એ પ્રમાણે શ્રદ્ધાન નથી કરતો પણ તેમાં શંકા-સંદેહ કરે છે તે સર્વજ્ઞના આગમથી પ્રતિકૂલ છેપ્રગટપણે મિથ્યાદષ્ટિ છે.
હવે કહે છે કે જે વિશેષ તત્ત્વને ન જાણતો હોય પણ જિનવચનમાં આજ્ઞામાત્ર શ્રદ્ધાન કરે છે તેને પણ શ્રદ્ધાવાન કહીએ છીએ :
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #216
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[ ૧૮૯
जो ण वि जाणदि तच्चं सो जिणवयणे करेदि सद्दहणं । जं जिणवरेहिं भणियं तं सव्वमहं समिच्छामि ।। ३२४ ।। यः न अपि जानाति तत्त्वं सः जिनवचने करोति श्रद्धानम् । यत् जिनवरैः भणितं तत् सर्वं अहं समिच्छामि ।। ३२४ ।।
અર્થ:- જે જીવ જ્ઞાનાવરણના વિશિષ્ટ ક્ષયોપશમ વિના તથા વિશિષ્ટ ગુરુના સંયોગ વિના તત્ત્વાર્થને જાણી શકતો નથી તે જીવ જિનવચનમાં આ પ્રમાણે શ્રદ્ધાન કરે છે કે-‘જિતેંદ્રદેવે જે તત્ત્વ કહ્યું છે તે બધુંય ભલા પ્રકારથી હું ઇષ્ટ કરું છું'. એ પ્રમાણે પણ તે શ્રદ્ધાવાન થાય છે.
ભાવાર્થ:- જે જિનેશ્વરના વચનોની શ્રદ્ધા કરે છે કે ‘સર્વજ્ઞદેવે કહ્યું છે તે સર્વ મને ઇષ્ટ છે', એવી સામાન્ય શ્રદ્ધાથી પણ તેને આજ્ઞાસમ્યક્ત્વી કહ્યો છે.
હવે ત્રણ ગાથામાં સમ્યક્ત્વનું માહાત્મય કહે છેઃरयणाण महारयणं सव्वजोयाणं उत्तमं जोयं । रिद्धीण महारिद्धी सम्मत्तं सव्वसिद्धियरं ।। ३२५ ।।
रत्नानां महारत्नं सर्व्वयोगानां उत्तमः योगः । ऋद्धीनां महर्द्धि सम्यक्त्वं सर्वसिद्धिकरम् ।। ३२५ ।।
અર્થ:- સર્વ રત્નોમાં પણ મહારત્ન સમ્યક્ત્વ છે, વસ્તુની સિદ્ધિ કરવાના ઉપાયરૂપ સર્વ યોગ, મંત્ર, ધ્યાન આદિમાં (સમ્યક્ત્વ ) ઉત્તમ યોગ છે; કારણ કે- સમ્યક્ત્વથી મોક્ષ સધાય છે. અણિમાદિ ઋદ્ધિઓમાં પણ સમ્યક્ત્વ) મહાન ઋદ્ધિ છે. ઘણું શું કહીએ? સર્વ સિદ્ધિ કરવાવાળું આ સમ્યક્ત્વ જ છે.
सम्मत्तगुणपहाणो देविंदणरिंदवंदिओ होदि । चत्तवओ वि य पावदि सग्गसुहं उत्तमं विविहं ।। ३२६ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #217
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ભવતિા
देवेन्द्रनरेन्द्रवन्दितः
सम्यक्त्वगुणप्रधान: त्यक्तव्रतः अपि च प्राप्नोति स्वर्गसुखं उत्तमं विविधम् ।। ३२६ ।।
અર્થ:- સમ્યક્ત્વગુણ સહિત જે પુરુષ પ્રધાન (શ્રેષ્ઠ) છે તે દેવોના ઇંદ્રોથી, મનુષ્યોના ઇન્દ્ર ચક્રવર્તી આદિથી વંદનીય થાય છે, અને વ્રતરહિત હોય તોપણ નાના પ્રકારનાં ઉત્તમ સ્વર્ગાદિકનાં સુખ પામે છે.
ભાવાર્થ:- જેનામાં સમ્યગ્દર્શન ગુણ છે તે પ્રધાનપુરુષ છે. તે ઇન્દ્રાદિ દેવોથી પૂજ્ય થાય છે. સમ્યક્ત્વસહિત (જીવ) દેવનું જ આયુ બાંધે છે, તેથી વ્રતરતિને પણ સ્વર્ગગતિમાં જવું મુખ્ય કહ્યું છે. વળી સમ્યક્ત્વગુણપ્રધાનનો આવો પણ અર્થ થાય છે કે-પચ્ચીસ મળદોષ રહિત હોય, પોતાના નિઃશંક્તિાદિ અને સંવેગાદિ ગુણો સહિત હોય એવા સમ્યક્ત્વના ગુણોથી જે પ્રધાનપુરુષ હોય તે દેવેન્દ્રાદિ દ્વારા પૂજનીય થાય છે–સ્વર્ગને પ્રાપ્ત થાય છે.
सम्माइट्ठी जीवो दुग्गदिहेदुं ण बंधदे कम्मं ।
जं बहुभवेसु बद्धं दुक्कम्मं तं पि णासेदि ।। ३२७ ।।
सम्यग्दृष्टिर्जीवः दुर्गतिहेतुं न बध्नाति कर्म । यत् बहुभवेषु बद्धं दुष्कर्म तत् अपि नाशयति ।। ३२७।।
અર્થ:- સમ્યગ્દષ્ટિજીવ દુર્ગતિના કારણરૂપ અશુભકર્મોને બાંધતો નથી પરંતુ પૂર્વે ઘણા ભવોમાં બાંધેલાં પાપકર્મોનો પણ નાશ કરે છે.
ભાવાર્થ:- સમ્યગ્દષ્ટિ મરણ કરીને પ્રથમ નરક વિનાનાં બાકીનાં નરકોમાં જતો નથી. જ્યોતિષ, વ્યંતર અને ભવનવાસીદેવ થતો નથી, સ્ત્રીપર્યાયમાં ઊપજતો નથી, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય ( બે-ત્રણ-ચાર ઇન્દ્રિયધારી), અસંશી, નિગોદ, મ્લેચ્છ
તથા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #218
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[૧૯૧
કુભોગભૂમિમાં ઊપજતો નથી; કારણ કે તેને અનંતાનુબંધીકષાયના ઉદયના અભાવથી દુર્ગતિના કારણરૂપ કષાયોના સ્થાનકરૂપ પરિણામો થતા નથી. અહીં તાત્પર્ય એ જાણવું કે-ત્રણ કાળ અને ત્રણ લોકમાં સમ્યગ્દર્શન સમાન કલ્યાણરૂપ અન્ય કોઈ પદાર્થ નથી અને મિથ્યાદર્શન સમાન કોઈ શત્રુ નથી, એટલા માટે શ્રીગુરુનો ઉપદેશ છે કે પોતાના સર્વસ્વ ઉપાય-ઉધમ-યત્નથી પણ એક મિથ્યાત્વનો નાશ કરી સમ્યક્ત્વ અંગીકાર કરવું. એ પ્રમાણે ગૃહસ્થ-ધર્મના બાર ભેદોમાં સમ્યક્ત્વ-સહિતપણારૂપ પ્રથમ ભેદનું નિરૂપણ કર્યું.
હવે પ્રતિમાના અગિયાર ભેદ છે તેનું સ્વરૂપ કહે છે. ત્યાં પ્રથમ જ દાર્શનિક શ્રાવકનું સ્વરૂપ કહે છેઃ
बहुतससमण्णिदं जं मज्जं मंसादि णिंदिदं दव्वं । जो ण य सेवदि णियमा सो दंसणसावओ होदि ।। ३२८ ।।
बहुत्रससमन्वितं यत् मद्यं मांसादि निन्दितं द्रव्यम् ।
यः न च सेवते नियमात् सः दर्शनश्रावकः भवति।। ३२८।।
અર્થ:- ઘણા ત્રસજીવોના ઘાતથી ઉત્પન્ન તથા એ સહિત મદિરાને તથા અતિનિધ એવાં માંસાદિ પદાર્થો છે તેને જે નિયમથી સેવતો નથી-ભક્ષણ કરતો નથી તે દાર્શનિક શ્રાવક છે.
ભાવાર્થ:- મદિરા-માંસ તથા આદિ શબ્દથી મધુ અને પાંચ ઉદંબ૨ફળ કે જે ત્રસજીવોના ઘાત સહિત છે તે વસ્તુઓને પણ જે દાર્શનિક શ્રાવક છે તે ભક્ષણ કરતો નથી. મધ તો મનને મૂચ્છિત કરે છે–ધર્મને ભુલાવે છે. માંસ ત્રસઘાત વિના થતું જ નથી. મધુની ઉત્પત્તિ પ્રસિદ્ધ ત્રસઘાતનું સ્થાન જ છે. પીપળ-વડ-પીલુ આદિ ફળોમાં ત્રસજીવો ઊડતા પ્રત્યક્ષ જોવામાં આવે છે. અન્ય ગ્રંથોમાં પણ કહ્યું છે કે તેમનો ત્યાગ એ શ્રાવકના આઠ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #219
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા મૂળગુણો છે. વળી એમને ત્રણહિંસાના ઉપલક્ષણ કહ્યા છે. એટલા માટે જે વસ્તુઓમાં ત્રણહિંસા ઘણી હોય તે, શ્રાવકને અભક્ષ્ય છે-ભક્ષણ યોગ્ય નથી. વળી અન્યાયપ્રવૃત્તિના મૂળરૂપ છે એવાં સાત વ્યસનનો ત્યાગ પણ અહીં કહ્યો છે. જાગાર, માંસ, મધ, વેશ્યા, શિકાર, ચોરી અને પરસ્ત્રી એ સાત વ્યસન છે, “વ્યસન' નામ આપદા વા કષ્ટનું છે. એનું સેવન કરનારને આપદા આવે છે, રાજા વા પંચોના દંડને યોગ્ય થાય છે તથા તેનું સેવન પણ આપદા વા કષ્ટરૂપ છે. તેથી શ્રાવક એવાં અન્યાયરૂપ કાર્યો કરતો નથી. અહીં ‘દર્શન” નામ સમ્યકત્વનું છે તથા જે વડે “ધર્મની મૂર્તિ છે” એમ સર્વના જોવામાં આવે તેનું નામ પણ દર્શન છે. જે સમ્યગ્દષ્ટિ હોય-જિનમતને સેવતો હોય અને અભક્ષભક્ષણ-અન્યાય અંગીકાર કરે તો સમ્યકત્વને મલિન કરે તથા જિનમતને લજાવે; માટે એને નિયમથી છોડતાં જ દર્શનપ્રતિમધારી શ્રાવક થાય છે. दिढचित्तो जो कुव्वदि एवं पि वयं णियाणपरिहीणो। वेरग्गभावियमणो सो वि य दंसणगुणो होदि।। ३२९ ।। दृढचित्तः यः करोति एवं अपि व्रतं निदानपरिहीनः। वैराग्यभावितमनाः सः अपि च दर्शनगुणः भवति।।३२९ ।।
અર્થ:- નિદાન અર્થાત્ આલોક-પરલોકના ભોગોની વાંચ્છા રહિત બની ઉપર પ્રમાણે (વ્રતમાં) દઢચિત્ત થયો થકો વૈરાગ્યથી ભાવિત (આર્ટ્સ-કોમળ) થયું છે ચિત્ત જેનું એવો થયો થકો જે સમ્યગ્દષ્ટિપુરુષ વ્રત કરે છે તેને દાર્શનિકશ્રાવક કહે છે.
ભાવાર્થ- પ્રથમની ગાથામાં શ્રાવક કહ્યા તેનાં આ ત્રણ વિશેષ વિશેષણ જાણવાં. પ્રથમ તો દઢચિત્ત હોય અર્થાત્ પરિષહાદિ કષ્ટ આવવા છતાં પણ વ્રતની પ્રતિજ્ઞાથી ડગે નહિ, બીજાં નિદાનરહિત હોય અર્થાત્ આ લોકસંબંધી યશ-સુખ સંપત્તિ વા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #220
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[૧૯૩
પરલોકસંબંધી શુભગત આદિની વાંચ્છા રહિત હોય તથા ત્રીજું વૈરાગ્યભાવનાથી જેનું ચિત્ત આર્દ્ર અર્થાત્ સિંચાયલું હોય. અભક્ષ અને અન્યાયને અત્યંત અનર્થરૂપ જાણી ત્યાગ કરે છે પણ એમ જાણીને નહિ કે ‘શાસ્ત્રમાં તેને ત્યાગવા યોગ્ય કહ્યાં છે માટે ત્યાગવાં', પણ પરિણામમાં તો રાગ મટયો નથી. (ત્યાં શું ત્યાગ્યું?) ત્યાગના અનેક આશય હોય છે. આ દાર્શનિકશ્રાવકને તો અન્ય કોઈ આશય નથી, માત્ર તીવ્રકષાયના નિમિત્તરૂપ મહાપાપ જાણી ત્યાગે છે અને એને ત્યાગવાથી જ આગળથી (વ્રતાદિ) પ્રતિમાઓના ઉપદેશને લાયક થાય છે. નિઃશલ્યને વ્રતી કહ્યો છે તેથી શલ્યરહિત ત્યાગ હોય છે. એ પ્રમાણે દર્શનપ્રતિમાધારી શ્રાવકનું સ્વરૂપ કહ્યું.
હવે બીજી વ્રતપ્રતિમાનું સ્વરૂપ કહે છેઃ
पंचाणुव्वयधारी गुणवयसिक्खावएहिं संजुत्तो । दिढचित्तो समजुत्तो णाणी वयसावओ होदि ।। ३३० ।। पञ्चाणुव्रतधारी गुणव्रतशिक्षाव्रतैः संयुक्तः । दृढचित्तः शमयुक्त: ज्ञानी व्रतश्रावकः भवति ।। ३३० ।।
અર્થ:- જે પાંચ અણુવ્રતનો ધા૨ક હોય, ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત સહિત હોય, દઢચિત્તવાન હોય, શમભાવથી યુક્ત હોય તથા જ્ઞાનવાન હોય તે વ્રતપ્રતિમાધારક શ્રાવક છે.
ભાવાર્થ:- અહીં · અણુ ' શબ્દ અલ્પતા વાચક છે. પાંચ પાપમાં અહીં સ્થૂલ પાપોનો ત્યાગ છે તેથી તેની ‘અણુવ્રત’ સંજ્ઞા છે. ગુણવ્રત-શિક્ષાવ્રત છે તે આ અણુવ્રતોની રક્ષા કરવાવાળાં છે તેથી અણુવ્રતી તેમને પણ ધારણ કરે છે. આ જીવ વ્રતની પ્રતિજ્ઞામાં દચિત્ત છે. કષ્ટ-ઉપસર્ગ-પરિષહ આવવા છતાં પણ શિથિલ થતો નથી. અપ્રત્યાખ્યાનાવરણકષાયના અભાવથી તથા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #221
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા પ્રત્યાખ્યાનાવરણકષાયના મંદઉદયથી આ વ્રત થાય છે, તેથી ઉપશમભાવસહિતપણું” એવું વિશેષણ આપ્યું છે. જોકે દર્શનપ્રતિમધારીને પણ અપ્રત્યાખ્યાનાવરણનો અભાવ તો થયો છે પરંતુ પ્રત્યાખ્યાનાવરણકષાયના તીવ્ર સ્થાનકોના ઉદયથી તેને અતિચારરહિત પાંચ અણુવ્રત હોતાં નથી તેથી ત્યાં “અણુવ્રત' સંજ્ઞા નથી પણ સ્કૂલ અપેક્ષાએ તેને પણ ત્રસઘાત ને અભક્ષ–ભક્ષણના ત્યાગથી અણુવ્રતઅણુત્વ છે. વ્યસનોમાં ચોરીનો ત્યાગ છે એટલે અસત્ય પણ તેમાં ગર્ભિત છે, પરસ્ત્રીનો ત્યાગ છે, અને વૈરાગ્યભાવના છે એટલે પરિગ્રહની મૂર્છાનાં સ્થાનક પણ ઘટતાં છે–તેમાં પ્રમાણ પણ તે કરે છે, પરંતુ નિરતિચાર બનતું નથી તેથી તે “વ્રતપ્રતિમા નામ પામતું નથી. વળી “જ્ઞાની” વિશેષણ છે તે પણ યોગ્ય જ છે કારણ કેસમ્યગ્દષ્ટિ બની વ્રતનું સ્વરૂપ જાણી શ્રીગુરુની આપેલી પ્રતિજ્ઞાને ધારણ કરે છે માટે તે જ્ઞાની જ કહેવાય છે એમ જાણવું.
હવે પાંચ અણુવ્રતોમાં પ્રથમ અણુવ્રત કહે છે:जो वावरेइ सदओ अप्पाण-समं परं पि मण्णंतो। णिंदणगरहणजुत्तो परिहरमाणो महारंभे।।३३१।। तसघादं जो ण करदि मणवयकाएहिं णेव कारयदि। कुव्वंतं पि ण इच्छदि पढमवयं जायदे तस्स।। ३३२।।
यः व्यापारयति सदयः आत्मना समं परं अपि मन्यमानः। निन्दनगर्हणयुक्त: परिहरमाण: महारम्भान्।। ३३१ ।। त्रसघातं यः न करोति मनोवचनकायैः नैव कारयति। कुर्वन्तं अपि न इच्छति प्रथमव्रतं जायते तस्य।। ३३२।।
અર્થ- જે શ્રાવક બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચારઈન્દ્રિય અને પંચેન્દ્રિયરૂપ ત્રસજીવોનો મન-વચન-કાયા દ્વારા પોતે ઘાત કરે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #222
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા].
[ ૧૯૫ નહિ, બીજાની પાસે કરાવે નહિ તથા કોઈ બીજા કરતો હોય તો તેને ભલો માને નહિ તેને પ્રથમ અહિંસાણુવ્રત હોય છે. તે શ્રાવક કેવો છે? વ્યાપારાદિ કાર્યોમાં દયા સહિત પ્રવર્તે છે, પ્રાણીમાત્રને પોતા સમાન માને છે, વ્યાપારાદિ કાર્યોમાં હિંસા થાય છે તે બદલ પોતાના દિલમાં પોતાની નિંદા કરે છે, ગહપૂર્વક ગુરુની આગળ પોતાનું પાપ કહે છે; જે પાપ લાગે છે તેનું ગુરુની આજ્ઞા પ્રમાણે આલોચન, પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત્તાદિક લે છે તથા જેમાં ઘણી ત્રસહિંસા થતી હોય એવાં મહાઆરંભયુક્ત મોટા વ્યાપારાદિ કાર્યોને છોડતો થકો પ્રવર્તે છે.
ભાવાર્થ- ત્રસજીવનો ઘાત પોતે કરે નહિ. બીજા પાસે કરાવે નહિ અને કરનારને ભલો જાણે નહિ. પરજીવોને પોતા સમાન જાણે એટલે પરઘાત કરતો નથી. જેમાં ત્રસજીવોનો ઘાત ઘણો થાય એવા મોટા આરંભને છોડે અને અલ્પ આરંભમાં ત્રસઘાત થાય તેમાં પણ પોતાની નિંદા-ગહપૂર્વક આલોચન-પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્તાદિ કરે. અન્ય ગ્રંથોમાં તેના અતિચારો કહ્યા છે તે ટાળે. અહીં ગાથામાં અન્ય જીવોને પોતાસમાન કહ્યા છે તેમાં અતિચાર ટાળવાના પણ આવી ગયા, કારણ કે પરજીવને વધ, બંધન, અતિભારઆરોહણ, અન્નપાનનિરોધનમાં દુઃખ થાય છે, હવે પરજીવોને જો પોતાસમાન જાણે તો તે એમ શા માટે કરે ? ( ન જ કરે ).
હવે બીજાં સત્યાણુવ્રત કહે છે:हिंसावयणं ण वयदि कक्कसवयणं पि जो ण भासेदि। णिगुरवयणं पि तहा ण भासदे गुज्झवयणं पि।। ३३३ ।। हिदमिदवयणं भासदि संतोसकरं तु सव्वजीवाणं। धम्मपयासणवयणं अणुव्वदी हवदि सो बिदिओ।। ३३४ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #223
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬] .
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા हिंसावचनं न वदति कर्कशवचनं अपि यः न भाषते। निष्ठुरवचनं अपि तथा न भाषते गुह्यवचनं अपि।। ३३३ ।। हितमितवचनं भाषते सन्तोषकरं तु सर्वजीवानाम्। धर्मप्रकाशनवचनं अणुव्रती भवति स: द्वितीयः।। ३३४।।
અર્થ:- જે હિંસાનું વચન ન કહે, કર્કશવાકય ન કહે, નિષ્ફરવચન ન કહે તથા પરનાં ગુહ્યવચન ન કહે (તો કેવાં વચન કહે ?) સ્વ-પરને હિતરૂપ, પ્રમાણરૂપ, સર્વ જીવોને સંતોષદાયક અને સદ્ધર્મને પ્રકાશવાવાળાં વચન કર્યું તે પુરુષ બીજા સત્યાણુવ્રતનો ધારક થાય છે.
ભાવાર્થ- અસત્યવચન અનેક પ્રકારનાં છે. તેમનો સર્વથા ત્યાગ તો સકલચારિત્રધારક મુનિને હોય છે અને અણુવ્રતમાં તો પૂલ (અસત્ય)નો જ ભાગ હોય છે. જે વચનથી બીજા જીવોનો ઘાત થાય એવાં હિંસાના વચન ન કહે, જે વચન બીજાને કડવું લાગેસાંભળતાં જ ક્રોધાદિ ઉત્પન્ન થાય એવાં કર્કશવચન ન કહે, બીજાને ઉદ્વેગ, ભય, શોક અને કલહુ ઊપજી આવે એવાં નિષ્ફરવચન ન કહે, અન્યના ગુસમર્મના પ્રકાશક વચન ન કહે તથા ઉપલક્ષણથી અન્ય પણ એવાં કે જેમાં અન્યનું અહિત થાય એવાં વચન ન કહે. ત્યારે કેવાં વચન કહે? કહે તો હિત- મિત વચન કહે, સર્વ જીવોને સંતોષ ઊપજે, તથા જેનાથી સદ્ધર્મનો પ્રકાશ થાય એવાં કહે. વળી મિથ્યાઉપદેશ, રહોભ્યાખ્યાન, કુટલેખક્રિયા, ન્યાસાપહાર અને સાકારમંત્રભેદ એ પાંચ અતિચારો ગાથામાં વિશેષણ કહ્યાં તેમાં આવી જાય છે.* અહીં તાત્પર્ય
* ૧. સ્વર્ગમોક્ષના સાધક ક્રિયાવિશેષમાં અન્ય જીવોને અન્યથા પ્રવર્તન કરાવવું,
એ સંબંધી જૂઠો ઉપદેશ આપવો તે મિથ્થોપદેશ નામનો અતિચાર છે. ૨. સ્ત્રી-પુરુષના એકાંતમાં થયેલા ક્રિયા-આચરણનો બહાર પ્રકાશ કરવો તે
રહોભ્યાખ્યાન અતિચાર છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #224
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ૧૯૭ આ છે કે જેથી અન્ય જીવોનું બુરુ થાય, પોતાના ઉપર આપદા આવી પડે તથા વૃથા પ્રલાપવાકયોથી પોતાને પણ પ્રમાદ વધે એવાં સ્કૂલ અસત્યવચન અણુવ્રતી શ્રાવક કહે નહિ, બીજા પાસે કહેવરાવે નહિ તથા કહેવાવાળાને ભલો જાણે નહિ. તેને આ બીજું અણુવ્રત હોય છે.
હવે ત્રીજું અચૌર્યાવ્રત કહે છે:जो बहुमुल्लं वत्थु अप्पयमुल्लेण णेव गिहेदि। वीसरियं पि ण गिलदि लाहे थोवे वि तूसेदि।। ३३५।। जो परदव्वं ण हरदि मायालोहेण कोहमाणेण। दिढचित्तो सुद्धमई अणुव्वई सो हवे तिदिओ।। ३३६ ।। यः बहुमूल्यं वस्तु अल्पमूल्येन नैव गृह्णाति। विस्मृतं अपि न गृह्णाति लाभे स्तोके अपि तुष्यति।। ३३५ ।। यः परद्रव्यं न हरति मायालोभेन क्रोधमानेन। दृढचित्तः शुद्धमतिः अणुव्रती सः भवेत् तृतीयः।। ३३६ ।।
અર્થ:- જે શ્રાવક બહુમૂલ્ય વસ્તુ અલ્પમૂલ્યમાં ન લે. કપટથીલોભથી-ક્રોધથી-માનથી પરનું દ્રવ્ય ન લે, તે ત્રીજા અણુવ્રતધારી શ્રાવક છે. કેવો છે તે? દઢ છે ચિત્ત જેનું, કારણ પામવા છતાં
૩. પરને ઠગવા માટે અછતા-જૂઠા લેખ લખવા, એવો એવો બધો, કુટલેખક્રિયા
નામનો અતિચાર છે. ૪. કોઈ રૂપિઆ-મહોર-આભરણાદિ પોતાને સોંપી ગયો હોય અને પાછળથી
તેની ગણતરી ભૂલી અલ્પ પ્રમાણમાં માગવા લાગ્યો તેને “હા ઠીક છે
તમારું આ છે તે લઈ જાઓ” એમ કહેવું તે ન્યાસાપાર-અતિચાર છે. ૫. અંગવિકાર ભૂકુટીક્ષપાદિકથી અન્યનો અભિપ્રાય જાણી ઈર્ષાભાવથી લોકમાં
પ્રગટ કરવો તે સાકારમંત્રભેદ નામનો અતિચાર છે. આ સત્યાણુવ્રતના પાંચ અતિચારદોષ છે તે છોડવા યોગ્ય છે. (અર્થપ્રકાશિકા ટીકા, પા. ૨૮૫)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #225
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા પ્રતિજ્ઞા બગાડતો નથી તથા શુદ્ધ છે- ઉજ્જવલ છે બુદ્ધિ જેની (એવો છે).
ભાવાર્થ- સાત વ્યસનના ત્યાગમાં ચોરીનો ત્યાગ તો કર્યો જ છે. તેમાં આ વિશેષ છે કે-બહુમૂલ્યની વસ્તુ અલ્પમૂલ્યમાં લેવાથી ઝગડો ઉત્પન્ન થાય છે. કોણ જાણે શું કારણથી સામો માણસ અલ્પ મૂલ્યમાં આપે છે? વળી પરની ભૂલી ગયેલી વસ્તુ તથા માર્ગમાં પડેલી વસ્તુ પણ ન લે, એમ ન જાણે કે પેલો નથી જાણતો પછી તેનો ડર શો? વ્યાપારમાં થોડા જ નફાથી સંતોષ ધારણ કરે, કારણ ઘણાં લાલચ-લોભથી અનર્થ ઉત્પન્ન થાય છે, કપટ-પ્રપંચથી કોઈનું ધન લે નહિ, કોઈએ પોતાની પાસે ( જમા ) ધર્યું હોય તો તેને ન આપવાના ભાવ રાખે નહિ, લોભથી- ક્રોધથી પરનું ધન ખૂંચવી લે નહિ, માનથી કહે કે “અમે મોટા જોરાવર છીએ, લીધું તો શું થઈ ગયું?” એ પ્રમાણે પરનું ઘન લે નહિ. એ જ પ્રમાણે પરની પાસે લેવરાવે નહિ તથા કોઈ લેનારને ભલો જાણે નહિ. વળી અન્ય ગ્રંથોમાં તેના પાંચ અતિચાર કહ્યા છે તે આ પ્રમાણે : (૧) ચોરને ચોરી માટે પ્રેરણા કરવી, (૨) તેનું લાવેલું ધન લેવું, (૩) રાજ્યવિરુદ્ધ કાર્ય કરવું, (૪) વેપારમાં તોલ-બાટ ઓછાં અધિકાં રાખવા, (૫) અલ્પમૂલ્યની વસ્તુ બહુમૂલ્યવાન બતાવી તેનો વ્યવહાર કરવો. એ પાંચ અતિચાર છે. એ ગાથામાં કહેલાં વિશેષણોમાં આવી જાય છે. એ પ્રમાણે નિરતિચારરૂપે તેય (ચોરી)-ત્યાગવતને જે પાળે છે તે ત્રીજા અણુવ્રતધારી શ્રાવક હોય છે.
હવે બ્રહ્મચર્યાણુવ્રતનું વ્યાખ્યાન કરે છે:असुइमयं दुग्गंधं महिलादेहं 'विरच्चमाणो जो। रूवं लावण्णं पि य मणमोहणकारणं मुणइ।। ३३७।।
૧. વિરzમાળો એવો પણ પાઠ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #226
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[ ૧૯૯
जो मण्णदि परमहिलं जणणीबहिणीसुआइसारिच्छं । मणवयणे कारण वि बंभवई सो हवे थूलो ।। ३३८ ॥
अशुचिमयं दुर्गन्धं महिलादेहं विरज्यमानः यः । रूपं लावण्यं अपि च मनोमोहनकारणं जानाति ।। ३३७ ।। यः मन्यते परमहिलां जननीभगिनीसुतादिसदृशाम् । मनसा वचनेन कायेन अपि ब्रह्मव्रती सः भवेत् स्थूलः ।। ३३८ ।।
અર્થ:- જે શ્રાવક સ્ત્રીના દેહને અશુચિમય-દુર્ગંધ જાણતો થકો તેના રૂપ- લાવણ્યને પણ (માત્ર) મનને મોહ ઉપજાવવાના કારણરૂપ જાણે છે અને તેથી તેનાથી વિરક્ત થઈ પ્રવર્તે છે, જે પરસ્ત્રી મોટી હોય તેને માતા બરાબર, બરાબર ઉંમરવાળી હોય તેને બહેન બરાબર તથા નાની હોય તેને દીકરી તુલ્ય મન-વચન- કાયથી જાણે છે તે સ્થૂલ બ્રહ્મચર્યાણુવ્રતધારી શ્રાવક છે. પરસ્ત્રીને તો મન-વચન- કાય, કૃત-કાતિ-અનુમોદનાથી ત્યાગ કરે, સ્વસ્ત્રીમાં સંતોષ ધરે, તીવ્રકામવશ વિનોદ–ક્રિડારૂપ ન પ્રવર્તે, સ્ત્રીના શ૨ી૨ને અપવિત્ર-દુર્ગંધ જાણી વૈરાગ્યભાવનારૂપ ભાવ રાખે તથા કામની તીવ્રવેદના આ સ્ત્રીના નિમિત્તથી થાય છે તેથી તેની રૂપ- લાવણ્યાદિ ચેષ્ટાને મનને મોહિત કરવામાં, જ્ઞાનને ભુલાવવામાં અને કામને ઉપજાવવામાં કારણરૂપ જાણી તેનાથી વિરક્ત રહે તે ચોથા અણુવ્રતધારી હોય છે. (૧) પરના વિવાહ કરવા, (૨-૩) પરની પરિણીત-અપરિણીત સ્ત્રીનો સંસર્ગ રાખવો, ૪. કામક્રીડા, પ. કામનો તીવ્ર અભિપ્રાય-એ તેના પાંચ અતિચાર છે. તે, ‘સ્ત્રીના દેહથી વિરક્ત રહેવું' એ વિશેષણમાં આવી જાય છે. પરસ્ત્રીનો ત્યાગ તો
*
* વિવાહકરણ, અપરિગૃહિતઇત્વરિકાગમન, પરિગૃહિતઇત્વરિકાગમન, અનંગક્રીડા, અને કામતીવ્રતા–એ બ્રહ્મચર્યાણુવ્રતના પાંચ અતિચાર છે.
(જીઓ અર્થપ્રકાશિકાટીકા, પૃષ્ટ-૨૮૬)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #227
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨OO]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા પહેલી પ્રતિમામાં સાત વ્યસનના ત્યાગમાં આવી ગયો છે, અહીં તો અતિ તીવ્ર કામવાસનાનો પણ ત્યાગ છે, તેથી અતિચાર રહિત વ્રત પળાય છે, પોતાની સ્ત્રીમાં પણ તીવ્રપણું હોતું નથી. એ પ્રમાણે બ્રહ્મચર્યાણુવ્રતનું કથન કર્યું.
હવે પરિગ્રહપરિમાણ નામના પાંચમાં અણુવ્રતનું કથન કરે
जो लोहं णिहणित्ता संतोसरसायणेण संतुट्ठो। णिहणदि तिला दुट्ठा मण्णंतो विणस्सरं सव्वं ।। ३३९ ।। जो परिमाणं कुव्वदि धणधण्णसुवण्णखित्तमाईणं। उवओगं जाणित्ता अणुव्वदं पंचमं तस्स।। ३४०।।
यः लोभं निहत्य सन्तोषरसायनेन सन्तुष्ठः। निहन्ति तृष्णा दुष्टा मन्यमानः विनश्वरं सर्वम्।। ३३९ ।। यः परिमाणं कुर्वते धनधान्यसुवर्णक्षेत्रादीनाम्। उपयोगं ज्ञात्वा अणुव्रतं पञ्चमं तस्य।।३४०।।
અર્થ - જે પુરુષ લોભકષાયને અલ્પ કરી સંતોષરૂપ રસાયણથી સંતુષ્ટ થતો થકો સર્વ ધન-ધાન્યાદિક પરિગ્રહને વિનાશી માની દુષ્ટ તૃષ્ણાને અતિશય હણે છે તથા ધન-ધાન્ય-સુવર્ણ-ક્ષેત્રાદિ પરિગ્રહનું, પોતાના ઉપયોગસામર્થ્યને અને કાર્યવિશેષને જાણી તેના અનુસાર, પરિમાણ કરે છે તેને આ પાંચમું અણુવ્રત હોય છે. અંતરંગપરિગ્રહ તો લોભ-તૃષ્ણા છે તેને ક્ષીણ કરે છે તથા બાહ્યપરિગ્રહનું પરિમાણ કરે છે. દઢચિત્તથી પ્રતિજ્ઞાભંગ ન કરે તે અતિચાર રહિત પંચમઅણુવ્રતી છે. એ પ્રમાણે પાંચ અણુવ્રત
૧. ક્ષેત્રવાસ્તુ, હિરણ્યસુવર્ણ, ધનધાન્ય, દાસીદાસ અને કુપ્યભાંડ આ વસ્તુઓના પરિમાણનું ઉલ્લંઘન કરવું તે પરિગ્રહત્યાગ અણુવ્રતના પાંચ અતિચાર છે.
(જાઓ અર્થપ્રકાશિકાટીકા, પૃષ્ટ-૨૮૭)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #228
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૦૧
નિરતિચાર પાલન કરે છે તે વ્રતપ્રતિમાધારી શ્રાવક છે. એ પ્રમાણે પાંચ અણુવ્રતનું વ્યાખ્યાન કર્યું.
હવે તે વ્રતોની રક્ષા કરવાવાળાં સાત શીલ છે. તેનું વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ ત્રણ ગુણવ્રતમાં પહેલું ગુણવ્રત કહે છેઃ
जह लोहणासणद्वं संगपमाणं हवेइ जीवस्स । सव्व-दिसाण पमाणं तह लोहं णासए णियमा ।। ३४१ ।। जं परिमाणं कीरदि दिसाण सव्वाण सुप्पसिद्धाणं । उवओगं जाणित्ता गुणव्वदं जाण तं पढमं ।। ३४२ ।।
यथा लोभनाशनार्थं सङ्गप्रमाणं भवति जीवस्य । सर्वदिशानां प्रमाणं तथा लोभं नाशयति नियमात् ।। ३४१ ।। यत् परिमाणं क्रियते दिशानां सर्वासां सुप्रसिद्धानाम् । उपयोगं ज्ञात्वा गुणव्रतं जानीहि तत् प्रथमम् ।। ३४२ ।।
,
અર્થ:- લોભનો નાશ કરવા અર્થે જીવને પરિગ્રહનું પરિમાણ હોય છે; તેમાં પણ સર્વ દિશાઓમાં પરિમાણ કરીને પણ નિયમથી લોભનો નાશ કરે છે. તેથી પૂર્વ વગેરે પ્રસિદ્ધ દશ દિશાઓ છે તેમનું પોતાના પ્રયોજનભૂત કાર્યથી જરૂરિયાત જાણી, પ્રમાણ કરે તે પહેલું ગુણવ્રત છે. પહેલાં કહેલાં પાંચે અણુવ્રતનું ઉપકારી આ ગુણવ્રત છે. અહીં ‘ ગુણ ’શબ્દ ઉપકારવાચક સમજવો. જેમ લોભનો નાશ કરવા માટે પરિગ્રહનું પરિમાણ કરે છે તેમ લોભનો નાશ કરવા માટે દિશાઓનું પણ પરિમાણ કરે છે. જ્યાં સુધીનું ૫૨માણ કર્યું હોય તે ઉપરાંતની પેલી બાજુ દ્રવ્યાદિની પ્રાપ્તિ થતી હોય તોપણ ત્યાં જાય નહિ. એ પ્રમાણે લોભને ઘટાડયો, તથા પરિમાણથી પેલી બાજુ ન જવાથી એ બાજુ સંબંધીનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #229
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
હિંસાનું પાપ પણ લાગતું નથી તેથી એ બાજુ સંબંધી (ગુણવ્રત પણ ) મહાવ્રત બરાબર થયાં.
હવે બીજું અનર્થદંવિતિ ગુણવ્રત કહે છે:
कज्जुं किं पि ण साहदि णिच्चं पावं करेदि जो अत्थो । सो खलु हवे अणत्थो पंचपयारो वि सो विविहो ।। ३४३ ।।
कार्यं किमपि न साधयति नित्यं पापं करोति यः अर्थः । सः खलु भवेत् अनर्थ: पञ्चप्रकारः अपि सः विविधः ।। ३४३ ।।
અર્થ:- જે કાર્યથી પોતાનું પ્રયોજન તો કાંઈ સધાય નહિ પણ માત્ર પાપ જ ઉત્પન્ન કરે એવું હોય તેને અનર્થ કહે છે. તે પાંચ વા અનેક પ્રકારના પણ છે.
ભાવાર્થ:- પ્રયોજન વિના પાપ ઉપજાવે તે અનર્થદંડ છે. તેના અપધ્યાન, પાપોપદેશ, પ્રમાદચર્યા, હિંસાપ્રદાન તથા દુઃશ્રુતિ-શ્રવણ એ પાંચ પ્રકાર વા અનેક પ્રકાર પણ છે.
તેમાં પ્રથમ ભેદ કહે છે:
परदोसाणं गहणं परलच्छीणं समीहणं जं च । परइत्थीअवलोओ परकलहालोयणं पढमं ।। ३४४ ।।
परदोषाणां ग्रहणं परलक्ष्मीनां समीहनं यत् च । परस्त्री-अवलोकः परकलहालोकनम् प्रथमम् ।। ३४४।।
અર્થ:- બીજાના દોષ ગ્રહણ કરવા, અન્યની લક્ષ્મી-ધનસંપદાની વાંચ્છા કરવી, પરની સ્ત્રીને રાગ સહિત નિરખવી (તાકી તાકીને જોવી) તથા પરના કલહ જોવા ઇત્યાદિ કાર્યો કરવાં તે પ્રથમ અનર્થદંડ છે.
ભાવાર્થ:- ૫૨ના દોષ ગ્રહણ કરવામાં પોતાના ભાવ તો બગડે છે પણ પોતાનું પ્રયોજન કાંઈ પણ સિદ્ધ થતું નથી, પરનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #230
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[૨૦૩
બૂરું થાય અને પોતાનું દુષ્ટપણું માત્ર ઠરે છે. બીજાની સંપદા દેખી પોતે તેની વાંચ્છા કરે તો તેથી કાંઈ પોતાની પાસે તે આવી જતી નથી એટલે એથી પણ નિષ્પ્રયોજન ભાવ જ બગડે છે. બીજાની સ્ત્રીને રાગ સહિત (તાકી તાકીને) જોવામાં પણ પોતે ત્યાગી થઈને નિષ્પ્રયોજન ભાવ શા માટે બગાડે ? વળી ૫૨ના કલહ જોવામાં પણ કાંઈ પોતાનું કાર્ય સિદ્ધ થતું નથી પરંતુ ઊલટી કદાચિત્ પોતાના ઉપર આફત આવી પડે છે. એ પ્રમાણે એ આદિથી માંડી જે જે કાર્યોમાં પોતાના ભાવ બગડે તે તે બધો અપધ્યાન નામનો પ્રથમ અનર્થદંડ છે અને તે અણુવ્રતભંગના કારણરૂપ છે. તેને છોડતાં જ વ્રત દઢ ટકે છે.
હવે બીજો પાપોપદેશ નામનો અનર્થદંડ કહે છેઃजो उवएसो दिज्जदि किसिपसुपालणवणिज्जपमुहेसु । पुरिसित्थीसंजोए अणत्थदंडो हवे बिदिओ ।। ३४५ ।। यः उपदेशः दीयते कृषिपशुपालनवाणिज्यप्रमुखेषु । पुरुषस्त्रीसंयोगे अनर्थदण्डः भवेत् द्वितीयः ।। ३४५ ।।
અર્થ:- ખેતી કરવી, પશુપાલન, વાણિજ્ય કરવું તથા સ્ત્રી-પુરુષનો સંયોગ જેમ થાય તેમ બતાવવો ઇત્યાદિ પાપસહિત કાર્યોનો બીજાને ઉપદેશ આપવો, તેનું વિધાન (રીત ) બતાવવું કે જેમાં પોતાનું પ્રયોજન તો કાંઈ સધાય નહિ પણ માત્ર પાપ જ ઉત્પન્ન થાય તે બીજો પાપોપદેશ નામનો અનર્થદંડ છે. બીજાને પાપનો ઉપદેશ કરવામાં પોતાને કેવળ પાપબંધ જ થાય છે અને તેથી વ્રતભંગ થાય છે, એને છોડતાં વ્રતની રક્ષા થાય છે. વ્રત ઉપ૨ ગુણ કરે છે-ઉ૫કા૨ ક૨ે છે તેથી તેનું નામ ગુણવ્રત છે.
હવે ત્રીજો પ્રમાદચર્યા નામનો અનર્થદંડ કહે છે:
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #231
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા विहलो जो वावारो पुढवीतोयाण अग्गिपवणाण। तह वि वणप्फदिछेदो अणत्थदंडो हवे तिदिओ।।३४६ ।। विफल: यः व्यापार: पृथ्वीतोयानां अग्निपवनानां। तथा अपि वनस्पतिच्छेदः अनर्थदण्ड: भवेत् तृतीयः।। ३४६ ।।
અર્થ:- અફળ-નિપ્રયોજન એવા પૃથ્વી, જળ, અગ્નિ અને પવનના વ્યાપારમાં પ્રવૃત્તિ કરવી તથા નિપ્રયોજન હરિત (લીલોતરી) વનસ્પતિકાયનું છેદન-ભેદન કરવું તે ત્રીજો પ્રમાદચર્યા નામનો અનર્થદંડ છે.
ભાવાર્થ- પ્રમાદવશ બની પૃથ્વી-જળ-અગ્નિ-વાયુ અને હરિતકાયની વિના પ્રયોજન વિરાધના કરે ત્યાં ત્રણ-સ્થાવરજીવોનો વાત તો થાય છે જ અને પોતાનું કાર્ય કાંઈ પણ સધાતું નથી તેથી એ કરવામાં વ્રતભંગ થાય છે; એને છોડતાં જ વ્રતની રક્ષા થાય છે.
હવે હિંસાદાન નામનો ચોથો અનર્થદંડ કહે છે:मज्जारपहुदिधरणं आउहलोहादिविक्कणं जं च। लक्खाखलादिगहणं अणत्थदंडो हवे तुरिओ।। ३४७।। मार्जारप्रभृतिधरणं आयुधलोहादिविक्रयः यः च। लाक्षाखलादिग्रहणं अनर्थदण्ड: भवेत् तुरीयः।। ३४७।।
અર્થ:- બિલાડાં વગેરે હિંસક જીવોને પાલન કરવા, લોખંડનો વા લોખંડ આદિના આયુધોનો વ્યાપાર કરવો-લેણ દેણ કરવી. લાખખલા આદિ શબ્દથી ઝેરી વસ્તુ આદિની લેણ-દેણ, વણજ-વ્યાપાર કરવો, એ હિંસાદાન નામનો ચોથો અનર્થદંડ છે.
ભાવાર્થ:- હિંસક જીવોનું પાલન તો નિપ્રયોજન અને પાપરૂપ પ્રગટ જ છે તથા હિંસાના કારણરૂપ શસ્ત્ર-લોહ-લાખ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #232
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ૨૦૫ આદિનો વણજવ્યાપાર-લેણદેણ કરવાં; તેમાં પણ ફળ તો અલ્પ છેપાપ ઘણું છે માટે તે પણ અનર્થદંડ જ છે. એમાં પ્રવર્તતાં વ્રતભંગ થાય છે અને એને છોડતાં વતની રક્ષા થાય છે. ' હવે દુઃશ્રુતિ નામનો પાંચમો અનર્થદંડ કહે છે:जं सवणं सत्थाणं भंडणवसियरणकामसत्थाणं। परदोसाणं च तहा अणत्थदंडो हवे चरिमो।।३४८।। यत श्रवणं शास्त्राणां भण्डणवशीकरणकामशास्त्राणाम। परदोषाणां च तथा अनर्थदण्डः भवेत् चरमः।। ३४८।।
અર્થ - જે સર્વથા એકાન્તવાદીઓનાં કહેલાં શાસ્ત્રો કે જે શાસ્ત્ર જેવો દેખાય છે એવા કુશાસ્ત્રો, ભાંડક્રિયા-હાસ્ય-કુતૂહલકથનનાં શાસ્ત્રો, વશીકરણ મંત્રપ્રયોગનાં શાસ્ત્રો. સ્ત્રીઓની ચેષ્ટાના વર્ણનરૂપ કામશાસ્ત્રો એ બધાનું સાંભળવું ઉપલક્ષણથી વાંચવુંશીખવું-સંભળાવવું તથા પરના દોષોની કથા કરવી-સાંભળવી તે દુઃશ્રુતિશ્રવણ નામનો છેલ્લો પાંચમો અનર્થદંડ છે.
ભાવાર્થ- ખોટાં શાસ્ત્રો સાંભળવા-વાંચવાં-સંભળાવવાં-રચવાં એમાં આપણું કાંઈ પ્રયોજન સિદ્ધ થતું નથી, માત્ર પાપ જ થાય છે. વળી આજીવિકા અર્થે પણ એનો વ્યવહાર કરવો શ્રાવકને ઉચિત નથી. માત્ર વ્યાપારાદિ વડે યોગ્ય આજીવિકા જ શ્રેષ્ઠ છે. જેમાં વ્રતભંગ થાય તેવું તે શા માટે કરે? વ્રતની રક્ષા જ કરવી યોગ્ય છે.
હવે અનર્થદંડના કથનને સંકોચે છે - एवं पंचपयारं अणत्थदंडं दुहावहं णिच्चं। जो परिहरेदि णाणी गुणव्वदी सो हवे बिदिओ।। ३४९ ।। एवं पञ्चप्रकारं अनर्थदण्डं दु:खावहं नित्यम्। यः परिहरति ज्ञानी गुणव्रती सः भवेत् द्वितीयः ।। ३४९ ।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #233
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
અર્થ:- જે જ્ઞાની શ્રાવક આ પ્રમાણે અનર્થદંડને નિરંતર દુઃખનાં ઉપજાવવાવાળાં જાણીને છોડે છે તે બીજા ગુણવ્રતનો ધારવાવાળો શ્રાવક થાય છે.
ભાવાર્થ:- આ અનર્થદંડત્યાગ નામનું ગુણવ્રત, અણુવ્રતોનું ઘણું ઉપકારી છે તેથી શ્રાવકોએ તેનું અવશ્ય પાલન કરવું યોગ્ય
છે.
હવે ભોગોપભોગપરિમાણ નામનું ત્રીજું ગુણવ્રત કહે છેઃजाणित्ता संपत्ती भोयणतंबोलवत्थमादीणं । जं परिमाणं कीरदि भोउवभोयं वयं तस्स ।। ३५० ।
ज्ञात्वा सम्पत्ती: भोजनताम्बूलवस्त्रादीनाम् । यत् परिमाणं क्रियते भोगोपभोगं व्रतं तस्य ।। ३५० ।।
અર્થ:- જે પોતાની સંપદા અને સામર્થ્ય જાણી (વિચારી ) ભોજન-તાંબૂલ- વસ્ત્ર આદિનું પરિમાણ-મર્યાદા કરે તે શ્રાવકને ભોગોપભોગપરિમાણ નામનું ગુણવ્રત હોય છે.
ભાવાર્થ:- ભોજન-તાંબૂલ આદિ જે એક વાર ભોગવવામાં આવે તેને ભોગ કહે છે તથા વસ્ત્ર-ઘરેણાં વગે૨ે વારંવાર ભોગવવામાં આવે તેને ઉપભોગ કહે છે. તેમનું પરિમાણ યમરૂપ (જાવજીવ ) પણ હોય છે તથા હરરોજના નિયમરૂપ પણ હોય છે. ત્યાં યથાશક્તિ પોતાનાં સાધન-સામગ્રીનો વિચાર કરી તેમનો યમરૂપ વા નિયમરૂપ પણ ત્યાગ કરે છે. તેમાં હ૨૨ોજ જરૂરિયાત જાણી તે અનુસાર (નિયમરૂપ ) ત્યાગ કર્યા કરે, તે અણુવ્રતને ઘણો ઉપકારક છે.
હવે છતી ( મોજૂદ ) ભોગોપભોગની વસ્તુને છોડે છે તેની પ્રશંસા કરે છે:
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #234
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
૨૦૭ जो परिहरेइ संतं तस्स वयं थुव्वदे सुरिंदेहिं। जो मणलड्डु व भक्खदि तस्स वयं अप्पसिद्धियरं।। ३५१ ।। यः परिहरति संतं तस्य व्रतं स्तूयते सुरेन्द्रैः।। यः मनोमोदकवत् भक्षयति तस्य व्रतं अल्पसिद्धिकरम्।। ३५१ ।।
અર્થ- જે પુરુષ છતી (પ્રાસ- મોજાદ) વસ્તુનો ત્યાગ કરે છે તેના વ્રતને દેવોના ઇન્દ્રો પણ અભિનંદે છે–પ્રશંસે છે તથા અપ્રામ વસ્તુનો ત્યાગ તો એવો છે કે જેમ લાડુ તો હોય નહિ અને મનમાં સંકલ્પમાત્ર લાડુની કલ્પના કરી લાડુ ખાય તેવો છે. અહીં અણછતી વસ્તુ સંકલ્પમાત્ર છોડવી એ વ્રત તો છે પરંતુ અલ્પ સિદ્ધિદાતા છે અર્થાત્ તેનું ફળ અલ્પ છે.
પ્રશ્ન- ભોગપભોગપરિમાણને અહીં ત્રીજા ગુણવ્રતમાં ગણું પણ તત્ત્વાર્થસૂત્રમાં ત્રીજાં ગુણવ્રત, તો દેશવ્રત કહ્યું છે અને ભોગોપભોગપરિમાણવ્રતને ત્રીજા શિક્ષાવ્રતમાં ગણ્યું છે તેનું શું કારણ? તેનું સમાધાનઃ
એ આચાર્યોની વિવક્ષાનું વિચિત્રપણું છે. સ્વામીસમભદ્રાચાર્યે રત્નકાંડશ્રાવકાચારમાં પણ અહીં કહ્યું તેમ જ કહ્યું છે-એમાં વિરોધ નથી. અહીં તો અણુવ્રતના ઉપકારકની અપેક્ષા લીધી છે અને ત્યાં (તત્ત્વાર્થસૂત્રમાં) સચિત્તાદિ ભોગ છોડવાની અપેક્ષા-મુનિવ્રતની શિક્ષા આપવાની અપેક્ષા લીધી છે એટલે એમાં કાંઈ વિરોધ નથી, એ પ્રમાણે ગુણવ્રતનું વ્યાખ્યાન કર્યું.”
*
* दिग्वतमनर्थदण्डव्रतं च भोगोपभोगपरिमाणम्;
अनुबॅहणाद्गुणानामाख्यान्ति गुणव्रतान्यार्याः।। ६७।। દિવ્રત, અનર્થદંડવ્રત, ભોગપભોગપરિમાણવ્રત એ ત્રણ વ્રતો અણુવ્રતોને વધારવાના હેતુરૂપ હોવાથી તેને ગુણવ્રત કહે છે. (રત્નકાંડશ્રાવકાચાર)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #235
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
२०८]
[स्वामितियानुप्रेक्ष હવે શિક્ષાવ્રતનું વ્યાખ્યાન કરે છે. ત્યાં પ્રથમ સામાયિકશિક્ષાવ્રત કહે છે:सामाइयस्स करणे खेत्तं कालं च आसणं विलओ। मणवयणकायसुद्धी णायव्वा हुंति सत्तेव।।३५२ ।।
सामायिकस्य करणे क्षेत्रं कालं च आसनं विलयः। मनोवचनकायशुद्धिः ज्ञातव्या भवन्ति सप्त एव।। ३५२।।
अर्थ:- प्रथम सामायि२ाम क्षेत्र, SM, आसन, स्य, મનશુદ્ધતા, વચનશુદ્ધતા અને કાયશુદ્ધતા એ સાત સામગ્રી જાણવા યોગ્ય છે.
હવે સામાયિકનું ક્ષેત્ર કહે છે:जत्थ ण कलयलसद्दो बहुजनसंघट्टणं ण जत्थ त्थि। जत्थ ण दंसादीया एस पसत्थो हवे देसो।।३५३ ।।
यत्र न कलकलशब्द: बहुजनसचट्टनं न यत्र अस्ति। यत्र न दंशादिकाः एष प्रशस्त: भवेत् देशः।। ३५३।।
અર્થ - જ્યાં કલકલાટ શબ્દ હોય નહિ, જ્યાં ઘણા લોકોનું संघटन- सावरोव न होय; यi siस-४२७२-8130-भ्रमराह
देशावकाशिकं वा सामयिकं प्रोषधोपवासो वा।
वैयावृत्यं शिक्षाव्रतानि चत्वारि शिष्टानि।।९१।। દેશાવકાશિક, સામાયિક, પ્રોષધોપવાસ અને વૈયાવૃત્ય એ ચાર શિક્ષાવ્રત છે.
(२२ऽश्रावाय॥२) दिग्देशानर्थदंडविरति- सामायिकप्रोषधोपवासोप
भोगपरिभोगपरिमाणातिथिसंविभागव्रतसम्पन्नश्च। દિવ્રત, દેશવ્રત, અનર્થદંડવિરત એ ત્રણ તથા સામાયિક, પ્રોપધોપવાસ, ભોગોપભોગપરિમાણ અને અતિથિસંવિભાગ એ સાત વ્રતો સહિત ગૃહસ્થ प्रती होय छे.
(तत्वार्थसूत्र २. ७ सूत्र २१)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #236
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ૨૦૯ શરીરને બાધાકારક જીવો ન હોય, એવું ક્ષેત્ર સામાયિક કરવા માટે યોગ્ય છે.
ભાવાર્થ- જ્યાં ચિત્તમાં ક્ષોભ ઉપજાવવાવાળાં કોઈ કારણો ના હોય ત્યાં સામાયિક કરવી.
હવે સામાયિકનો કાળ કહે છે:पुव्वढे मज्झह्ने अवरह्ने तिहि वि णालियाछक्को। सामाइयस्स कालो सविणयणिस्सेसणिद्दिट्ठो।। ३५४ ।। पूर्वाह्ने मध्याह्ने अपराह्ने त्रिषु अपि नालिकाषट्कम्। सामायिकस्य काल: सविनयनिःस्वेशनिर्दिष्टः।। ३५४ ।।
અર્થ - પૂર્વાહ્ન એટલે પ્રભાતકાળ, મધ્યાહ્ન એટલે દિવસનો મધ્યવખત અને અપરાહ્ન એટલે દિવસનો પાછલો વખત (સંધ્યા સમય) એ ત્રણે કાળમાં છ છ ઘડીનો કાળ સામાયિકનો છે એમ વિનયસહિત નિઃસ્વ એટલે પરિગ્રહરહિતના ઈશ્વર ગણધરદેવે કહ્યું છે.
- ભાવાર્થ- ત્રણ ઘડી પાછલી રાત્રીનો તથા ત્રણ ઘડી દિવસ ઊગ્યા પછીનો એમ છ ઘડીનો કાળ પૂર્વાહ્નકાળ છે, બીજા પહોરની પાછળની ત્રણ ઘડીથી માંડી ત્રીજા પહોરની શરૂઆતની ત્રણ ઘડી સુધી છ ઘડીનો મધ્યાહ્નકાળ છે તથા દિવસની છેલ્લી ત્રણ ઘડીથી માંડી રાત્રીની ત્રણ ઘડી સુધીનો છ ઘડીનો અપરાતકાળ છે. એ સામાયિકનો ઉત્કૃષ્ટ કાળ છે. વળી (પ્રાત:કાળ, મધ્યાહ્નકાળ અને સંધ્યાકાળ) એમ ત્રણે કાળમાં બબ્બે ઘડીનું સામાયિક પણ કહ્યું છે. એ પ્રમાણે ત્રણ કાળમાં છ ઘડી થાય છે.
હવે આસન, લય, તથા મન-વચન-કાયાની શુદ્ધતા કહે છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #237
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૨૧૦ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
बंधित्ता पजुंकं अहवा उड्ढेण उब्भओ ठिच्चा । कालपमाणं किच्चा दियवावारवज्जिओ होउं ।। ३५५ ।। जिणवयणेयग्गमणो संवुडकाओ य अंजलिं किच्चा । ससरूवे संलीणो वंदणअत्थं किच्चा देसपमाणं सव्वंसावज्जवज्जिदो होउं । जो कुव्वदि सामइय सो मुणिसरिसो हवे ताव ।। ३५७ ।।
विचिंतंतो ।। ३५६ ।
बद्धाव पर्यंकं अथवा ऊर्ध्वेन ऊर्ध्वतः स्थित्वा । कालप्रमाणं कृत्वा इन्द्रियव्यापारवर्जितः भूत्वा ।। ३५५ ।। जिनवचनैकाग्रमनाः संवृतकाय: च अञ्जलिं कृत्वा । स्वस्वरूपे संलीन: वन्दनार्थं विचिन्तयन्।। ३५६ ।। कृत्वा देशप्रमाणं सर्वसावद्यवर्जितः भूत्वा । यः कुर्वते सामायिकं सः मुनिसदृशः भवेत् तावत्।। ३५७।।
અર્થ:-પર્યંતકાસન બાંધી અથવા ઊભા ખડગાસને રહીને, કાળનું પ્રમાણ કરી, વિષયોમાં ઇન્દ્રિઓનો વ્યાપા૨ નહિ થવા અર્થે જિનવચનમાં એકાગ્રચિત્ત કરી, કાયાને સંકોચી, હાથની અંજલિ જોડી, પોતાના સ્વરૂપમાં લીન થયો થકો અથવા સામાયિક-વંદનાના પાઠના અર્થને ચિંતવતો થકો, ક્ષેત્રનું પરિમાણ કરી, સર્વ સાવધયોગ જે ઘ૨-વ્યાપારાદિ પાપયોગ તેનો ત્યાગ કરી, પાપયોગરહિત બની સામાયિકમાં પ્રવર્તે તે શ્રાવક તે કાળમાં મુનિ જેવો છે.
ભાવાર્થ:- આ શિક્ષાવ્રત છે. ત્યાં આ અર્થ સૂચિત છે કે જે સામાયિક છે તેમાં સર્વ રાગ-દ્વેષરહિત બની, બહારની સર્વ પાપયોગક્રિયાથી રહિત થઈ, પોતાના આત્મસ્વરૂપમાં તલ્લીન બની મુનિ પ્રવર્તે છે. આ સામાયિકચારિત્ર મુનિનો ધર્મ છે. એ જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #238
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૧૧
ધર્માનુપ્રેક્ષા] શિક્ષા શ્રાવકને પણ આપવામાં આવે છે કે સામાયિકના કાળની મર્યાદા કરી તે કાળમાં મુનિની માફક પ્રવર્તે છે; કારણ કે મુનિ થયા પછી આ પ્રમાણે સદા રહેવું થશે. એ અપેક્ષાથી શ્રાવકને તે કાળમાં મુનિ જેવો કહ્યો છે.
હવે પ્રોપધોપવાસ નામનું બીજું શિક્ષાવ્રત કહે છેण्हाणविलेवणभूसणइत्थीसंसग्गगंधधूवादी।
जो परिहरेदि णाणी वेरग्गाभूसणं किच्चा।। ३५८ ।। दोसु वि पव्वेसु सया उववासं एयभत्तणिव्वियडी। जो कुणदि एवमाई तस्स वयं पोसहं बिदियं ।। ३५९ ।।
स्नानविलेपनभूषणस्त्रीसंसर्गगन्धधूपादीन्।
ય: પરિહરતિ જ્ઞાની વૈરાશ્યામૂષનું વૃત્તાના રૂ૬૮ાા. द्वयोः अपि पर्वणोः सदा उपवासं एकभक्तनिर्विकृति। यः करोति एवमादीन् तस्य व्रतं प्रोषधं द्वितीयम्।। ३५९ ।।
અર્થ:- જે જ્ઞાની શ્રાવક એક પક્ષનાં આઠમ-ચૌદશ બંને પર્વોમાં સ્નાન, વિલેપન, આભૂષણ, સ્ત્રીસંસર્ગ, સુગંધ, ધૂપ, દીપ આદિ ભોગોપભોગની વસ્તુને છોડી વૈરાગ્યભાવનારૂપ આભરણથી આત્માને શોભાયમાન કરી ઉપવાસ વા એકમુક્તિ વા નીરસ આહાર કરે અથવા આદિશબ્દથી કાંજી કરે વા માત્ર ભાત- પાણી જ લે તેને પ્રોષધોપવાસ નામનું શિક્ષાવ્રત હોય છે.
ભાવાર્થ- જેમ સામાયિક કરવાના કાળનો નિયમ કરી સર્વ પાપયોગથી નિવૃત્ત થઈ એકાન્તસ્થાનમાં ધર્મધ્યાનપૂર્વક બેસે છે, તે જ પ્રમાણે સર્વ ઘરકાર્યનો ત્યાગ કરી સમસ્ત ભોગોપભોગસામગ્રી છોડી સાતમ અને તેરસના બે પહોર દિવસ પછી એકાન્તસ્થાનમાં બેસી ધર્મધ્યાન કરતો થકો સોળ પહોર સુધી મુનિની માફક રહે, તથા નોમ અને પૂર્ણિમા-અમાસના બે પહોર વીત્યા પછી પ્રતિજ્ઞા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #239
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨ ]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા પૂર્ણ થાય ત્યારે ઘકાર્યમાં જોડાય તેને પ્રોષધવ્રત હોય છે. વળી આઠમ-ચૌદશના દિવસમાં ઉપવાસનું સામર્થ્ય ન હોય તો એકવા૨ ભોજન કરે વા નીરસ કાંજી આદિ અલ્પ આહાર કરી ધર્મધ્યાનમાં સમય વીતાવે. એ પ્રમાણે આગળ પ્રોષધપ્રતિમામાં સોળ પહોર કહ્યું છે તેમ કરે. પરંતુ અહીં ગાથામાં કહ્યું નથી તેથી સોળ પહોરનો નિયમ ન જાણવો. આ પણ મુનિવ્રતની શિક્ષા જ છે.
હવે અતિથિસંવિભાગ નામનું ત્રીજું શિક્ષાવ્રત કહે છે:तिविहे पत्तम्हि सया सद्धाइगुणेहिं संजुदो णाणी । दाणं जो देदि सयं णवदाणविहीहिं संजुत्तो ।। ३६० ।। सिक्खावयं च तदियं तस्स हवे सव्वसिद्धिसोक्खयरं । दाणं चउव्विहं पि य सव्वे दाणाण सारयरं ।। ३६१ ।।
त्रिविधे पात्रे सदा श्रद्धादिगुणैः संयुतः ज्ञानी । दानं यः ददाति स्वकं नवदानविधिभिः संयुक्तः ।। ३६० ।। शिक्षाव्रतं च तृतीयं तस्य भवेत् सर्वसिद्धिसौख्यकरम् । दानं चतुर्विधं अपि च सर्वदानानां सारतरम् ।। ३६१।।
અર્થ:- જે જ્ઞાનીશ્રાવક, ઉત્તમ-મધ્યમ-જઘન્ય એ ત્રણ પ્રકારના પાત્રોને અર્થે દાતારના શ્રદ્ધા આદિ ગુણોથી યુક્ત બની પોતાના હાથથી નવધાભક્તિસહિત થઈને દરરોજ દાન આપે છે તે શ્રાવકનું ત્રીજું અતિથિસંવિભાગશિક્ષાવ્રત હોય છે. એ દાન કેવું છે? આહાર, અભય, ઔષધ અને શાસ્ત્રદાનના ભેદથી ચાર પ્રકારનું છે. વળી અન્ય જે લૌકિક ધનાદિકના દાન કરતાં આ દાન અતિશય સારરૂપ ઉત્તમ છે. સર્વ સિદ્ધિસુખનું ઉપજાવવાવાળું છે.
ભાવાર્થ:- ત્રણ પ્રકારના પાત્રોમાં ઉત્કૃષ્ટ તો મુનિ, મધ્યમ અણુવ્રતીશ્રાવક તથા જઘન્ય અવિરતસમ્યગ્દષ્ટિ છે. વળી દાતારના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #240
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા].
[ ૨૧૩ શ્રદ્ધા, તુષ્ટિ, ભક્તિ, વિજ્ઞાન, અલુબ્ધતા, ક્ષમા અને શક્તિ એ સાત ગુણો છે. વળી અન્ય પ્રકાર આ પ્રમાણે પણ છે-આ લોકના ફળની વાંચ્છા વિનાનો, ક્ષમાવાન, કપટરહિત, અન્ય દાતાની ઈર્ષારહિત, આપ્યા પછી તે સંબંધી વિષાદવિનાનો, આપ્યાના હર્ષવાળો, અને ગર્વ વિનાનો એ પ્રમાણે પણ સાત ગુણો કહ્યા છે. વળી પ્રતિગ્રહ, ઉચ્ચસ્થાન, પાદપ્રક્ષાલન, પૂજન, પ્રણામ, મનશુદ્ધિ, વચનશુદ્ધિ, કાયશુદ્ધિ તથા આહારશુદ્ધિ એ પ્રમાણે નવધાભક્તિ છે. એ રીતે દાતારના ગુણોસહિત નવધાભક્તિપૂર્વક પાત્રને રોજ ચાર પ્રકારનાં દાન જે આપે છે તેને ત્રીજું શિક્ષાવ્રત હોય છે. આ પણ મુનિપણાની શિક્ષા માટે-કે આપવાનું શીખે તે પ્રમાણે પોતાને મુનિ થયા પછી લેવાનું થશે.
- હવે આહારાદિ દાનનું માહાભ્ય કહે છે - भोयणदाणेण सोक्खं ओसहदाणेण सत्थदाणं च। जीवाण अभयदाणं सुदुल्लहं सव्वदाणाणं।। ३६२।।
भोजनदानेन सौख्यं औषधदानेन शास्त्रदानं च। जीवानां अभयदानं सुदुर्लभं सर्वदानानाम्।।३६२ ।।
અર્થ - ભોજનના દાનથી સર્વને સુખ થાય છે. ઔષધદાનપૂર્વક શાસ્ત્રદાન અને જીવોને અભયદાન છે તે સર્વ દાનોમાં દુર્લભતાથી પમાય એવું ઉત્તમદાન છે.
ભાવાર્થ- અહીં અભયદાનને સર્વથી શ્રેષ્ઠ કહ્યું છે. હવે બે ગાથાઓમાં આહારદાનનું માહાભ્ય કહે છે –
૧. આ દાતારના સાત ગુણો તથા નવધાભક્તિ સંબંધી વિશેષ વર્ણન માં જુઓ
રત્નકાંડશ્રાવકાચાર શ્લોક-૧૧૩.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #241
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates २१४]
[स्वामितियानुप्रेक्षा भोयणदाणे दिण्णे तिण्णि वि दाणाणि होति दिण्णाणि। भुक्खतिसाएवाही दिणे दिणे होंति देहीणं ।। ३६३।।
भोयणबलेण साहू सत्थं सेवेदि रत्तिदिवसं पि। भोयणदाणे दिण्णे पाणा वि य रक्खिया होति।।३६४।। भोजनदाने दत्ते त्रीणि अपि दानानि भवन्ति दत्तानि। बुभुक्षातृषाव्याधय: दिने दिने भवन्ति देहिनाम्।।३६३।। भोजनबलेन साधुः शास्त्रं सेवते रात्रिदिवसं अपि। भोजनदाने दत्ते प्राणाः अपि च रक्षिताः भवन्ति।। ३६४।।
અર્થ - ભોજનદાન આપતાં ત્રણે દાન આપવા બરાબર થાય છે, કારણ કે પ્રાણીઓને સુધા-તૃષા નામનો રોગ હરરોજ લાગ્યા જ કરે છે. ભોજનના બળથી સાધુપુરુષ રાત્રિદિવસ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, ભોજન આપવાથી પ્રાણરક્ષા પણ થાય છે, એ પ્રમાણે ભોજનદાનથી ઔષધ-શાસ્ત્ર-અભય એ ત્રણે દાન આપ્યાં એમ समj.
ભાવાર્થ- ભૂખ-તરસ રોગ મટવાથી આહારદાન જ ઔષધદાન તુલ્ય થયું, આહારના બળથી સુખપૂર્વક શાસ્ત્રાભ્યાસ થવાથી જ્ઞાનદાન પણ એ જ (ભોજનદાન) થયું તથા આહારથી જ પ્રાણોની રક્ષા થાય છે માટે એ જ અભયદાન થયું. એ પ્રમાણે એક ભોજનદાનમાં ત્રણે દાન ગર્ભિત થાય છે.
હવે ફરીથી દાનનું માહાભ્ય કહે છે:इहपरलोयणिरीहो दाणं जो देदि परमभत्तीए। रयणत्तए सुठविदो संघो सयलो हवे तेण।।३६५।। उत्तमपत्तविसेसे उत्तमभत्तीए उत्तमं दाणं। एयदिणे वि य दिण्णं इंदसुहं उत्तमं देदि।। ३६६ ।। Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #242
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[ २१५
इहपरलोकनिरीह: दानं यः ददाति परमभक्त्या । रत्नत्रये सुस्थापितः संघः सकलः भवेत् तेन ।। ३६५ ।। उत्तमपात्रविशेषे उत्तमभक्त्या उत्तमं दानं । एकदिने अपि च दत्तं इन्द्रसुखं उत्तमं ददाति ।। ३६६ ।।
અર્થ:- જે પુરુષ ( શ્રાવક) આલોક-પરલોકના ફળની વાંચ્છારહિત બની પરમભક્તિપૂર્વક સંઘના અર્થે દાન આપે છે તે પુરુષે સર્વ સંઘને રત્નત્રય અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થાપ્યો. વળી ઉત્તમપાત્રવિશેષના અર્થે ઉત્તમભક્તિપૂર્વક એક દિવસ પણ આપેલું ઉત્તમદાન ઉત્કૃષ્ટ ઇન્દ્રપદનાં સુખને આપે છે.
ભાવાર્થ:- દાન આપવાથી ચતુર્વિધ સંઘની સ્થિરતા થાય છે એટલે દાન આપવાવાળાએ મોક્ષમાર્ગ જ ચલાવ્યો કહીએ છીએ. વળી ઉત્તમપાત્ર, દાતાની ઉત્તમભક્તિ અને ઉત્તમદાન એ બધી વિધિ મળી જતાં તેનું ઉત્તમ જ ફળ થાય છે- ઇન્દ્રાદિપદનું સુખ પ્રાપ્ત થાય છે. હવે ચોથું દેશાવકાશિક શિક્ષાવ્રત કહે છે:
पुव्वषमाणकदाणं सव्वदिसीणं पुणो वि संवरण । इंदियविसयाण तहा पुणो वि जो कुणदि संवरणं ।। ३६७ ।।
वासादिकयपमाणं दिने दिने लोहकामसमणद्वं । सावज्जुवज्जुद्वं तस्स चउत्थं वयं होदि ।। ३६८ ।।
पूर्वप्रमाणकृतानां सर्वदिशानां पुनः अपि संवरणम् । इन्द्रियविषयाणां तथा पुनः अपि यः करोति संवरणम् ।। ३६७ ।।
वर्षादिकृतप्रमाणं दिने दिने लोभकामशमनार्थम् । सावद्यवर्जनार्थं तस्य चतुर्थं व्रतं भवति ।। ३६८ ।। અર્થ:- શ્રાવકે પહેલાં સર્વ દિશાઓનું પ્રમાણ કર્યું હતું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #243
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
તેમાં ફરી સંવરણ કરે-સંકોચ કરે તથા પહેલાં ઇન્દ્રિયોના વિષયો સંબંધી ભોગોપભોગપરિમાણ કર્યું હતું તેમાં પણ સંકોચ કરે. કેવી રીતે ? તે કહે છે-વર્ષ આદિ, તથા દિવસ દિવસ પ્રત્યે કાળની મર્યાદા સહિત ક૨ે. તેનું પ્રયોજન કહે છે- અંતરંગમાં તો લોભ તથા કામ-ઇચ્છાના શમન એટલે ઘટાડવા અર્થે તથા બાહ્ય પાપહિંસાદિકને છોડવા અર્થે કરે તે શ્રાવકને આ ચોથું દેશાવકાશિક નામનું શિક્ષાવ્રત હોય છે.
ભાવાર્થ:- પહેલાં દિવ્રતમાં જે મર્યાદા કરી હતી તે તો નિયમરૂપ હતી અને હવે અહીં તેમાં પણ કાળની મર્યાદાપૂર્વક ઘ૨હાટ-ગામ વગે૨ે સુધીની ગમનાગમનની મર્યાદા કરે, તથા ભોગોપભોગવ્રતમાં પણ પહેલાં યમરૂપ ઇન્દ્રિયવિષયોની મર્યાદા કરી હતી તેમાં પણ કાળની મર્યાદાપૂર્વક નિયમ કરે. અહીં સત્તર નિયમ કહ્યા છે તેને પાલન કરે, પ્રતિદિન મર્યાદા કર્યા કરે. આથી લોભ- તૃષ્ણા-વાંચ્છાનો સંકોચ (હાનિ ) થાય છે તથા બાહ્ય હિંસાદિ પાપોની પણ હાનિ થાય છે. એ પ્રમાણે ચાર શિક્ષાવ્રત કહ્યાં. આ ચારે વ્રત શ્રાવકને યત્નથી અણુવ્રત તથા મહાવ્રત પાલન કરવાની શિક્ષારૂપ છે.
હવે અંતસંલ્લેખના સંક્ષેપમાં કહે છે:
वारसएहिं जुत्तो जो संलेहण करेदि उवसंतो
सो सुरसोक्खं पाविय कमेण सोक्ख परं लहदि ।। ३६९ ।।
द्वादशव्रतैः युक्तः यः सल्लेखनां करोति उपशान्तः। सः सुरसौख्यं प्राप्य क्रमेण सौख्यं परं लभते ।। ३६९ ।।
અર્થ:- જે શ્રાવક, બાર વ્રતો સહિત અંત સમયે ઉપશમભાવોથી યુક્ત થઈ સંલેખના કરે છે તે સ્વર્ગનાં સુખ પામી અનુક્રમથી ઉત્કૃષ્ટ સુખ જે મોક્ષસુખ તેને પ્રાપ્ત થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #244
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ૨૧૭ ભાવાર્થ- કષાયો અને કાયાની ક્ષીણતા કરવી તેને સંલેખના કહે છે. ત્યાં શ્રાવક, બારવ્રતોના પાલન સહિત પાછળથી મરણ સમય જાણતાં પ્રથમ સાવધાન થઈ, સર્વ વસ્તુ પ્રત્યેનું મમત્વ છોડી કષાયોને ક્ષીણ કરી ઉપશમભાવરૂપ મંદકષાયી થાય તથા કાયાને અનુક્રમથી અનશન-ઊણોદરનીરસાદિ તપોથી ક્ષીણ કરે. પ્રથમ એ પ્રમાણે કાયાને ક્ષીણ કરે તો શરીરમાં મળમૂત્રના નિમિત્તથી જે રોગ થાય છે તે ન થાય, અંત સમયમાં અસાવધાનતા ન થાય. એ પ્રમાણે સંલેખના કરે. અંતસમયે સાવધાન બની પોતાના સ્વરૂપમાં વા અરહંતસિદ્ધપરમેષ્ઠિના સ્વરૂપચિત્વનમાં લીન થઈ વ્રતરૂપ-સંવરરૂપ પરિણામસહિત બન્યો થકો પર્યાયને છોડે તો તે સ્વર્ગસુખને પ્રાપ્ત થાય છે અને ત્યાં પણ આ જ વાંચ્છા રહે છે કે “મનુષ્ય થઈ વ્રત પાલન કરે '. એ પ્રમાણે અનુક્રમથી મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. एक्कं पि वयं विमलं सद्दिट्टी जइ कुणेदि दिढचित्तो। तो विविहरिद्धिजुत्तं इंदत्तं पावए णियमा।। ३७०।। एकं अपि व्रतं विमलं सदृष्टि: यदि करोति दृढचित्तः। तत् विविधर्द्धियुक्तं इन्द्रत्व प्राप्नोति नियमात्।। ३७०।।
અર્થ - જે સમ્યગ્દષ્ટિજીવ દઢચિત્ત બની એક પણ વ્રત અતિચાર રહિત નિર્મળ પાલન કરે તો તે નાનાપ્રકારની ઋદ્ધિઓથી યુક્ત ઇન્દ્રપણાને નિયમથી પ્રાપ્ત થાય.
ભાવાર્થ- અહીં એક પણ વ્રત અતિચાર રહિત પાળવાનું ફળ ઇન્દ્રપણું નિયમથી કહ્યું. ત્યાં એવો આશય જણાય છે કે સર્વ વ્રતોના પાલનના પરિણામ સમાનજાતિના છે, જ્યાં એક વ્રત દઢચિત્તથી પાલન કરે ત્યાં તેના અન્ય સમાનજાતીય વ્રત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #245
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા પાલનનું અવિનાભાવિપણું એટલે “બધાંય વ્રત પાળ્યાં” કહે છે. વળી આમ પણ છે કે-જો એક ત્યાગની આખડીને અંતસમયે દઢચિત્તથી પકડી તેમાં પરિણામ લીન થતાં પર્યાય છૂટે તો તે કાળમાં અન્ય ઉપયોગના અભાવથી મહાન ધર્મધ્યાન સહિત અન્ય ગતિમાં ગમન થાય તો ઉચ્ચગતિમાં જ થાય એવો નિયમ છે. એવા આશયથી એક વ્રતનું એવું માહાભ્ય કહ્યું છે, પણ અહીં એમ ન જાણવું કે એક વ્રત તો પાલન કરે અને અન્ય પાપ સેવ્યા કરે તો તેનું પણ ઉચ્ચફળ થાય છે. એ પ્રમાણે તો ચોરી છોડ અને પરસ્ત્રી સેવ્યા કરે-હિંસાદ કર્યા કરે તેનું પણ ઉચ્ચફળ થાય, પરંતુ એમ નથી. એ પ્રમાણે બીજી વ્રતપ્રતિમાનું નિરૂપણ કર્યું. બાર ભેદોની અપેક્ષાએ આ ત્રીજો ભેદ થયો.
હવે ત્રીજી સામાયિકપ્રતિમાનું નિરૂપણ કરે છે:जो कुणदि काउसग्गं बारसआवत्तसुंजुदो धीरो। णमणदुर्ग पि कुणंतो चदुप्पणामो पसण्णप्पा।।३७१।। चिंतंतो ससरूव जिणबिंब अहव अक्खरं परमं। झायदि कम्मविवायं तस्स वयं होदि सामइयं ।। ३७२।।
यः करोति कायोत्सर्ग द्वादशावर्त्तसंयुतः धीरः। नमनद्विकं अपि कुर्वन् चतुःप्रणामः प्रसन्नात्मा।। ३७१।। चिन्तयन् स्वस्वरूपं जिनबिम्बं अथवा अक्षरं परमम्। ध्यायति कर्मविपाकं तस्य व्रतं भवति सामायिकम्।। ३७२।।
અર્થ:- જે સમ્યગ્દષ્ટિ શ્રાવક બાર આવર્ત સહિત, ચાર પ્રણામ સહિત, બે નમસ્કાર કરતો થકો પ્રસન્ન છે આત્મા જેનો એવો ધીરદઢચિત્ત બનીને કાર્યોત્સર્ગ કરે છે અને ત્યાં પોતાના ચૈતન્યમાત્ર શુદ્ધસ્વરૂપને ધ્યાવતો-ચિતવતો રહે છે વા જિનબિંબને ચિંતવતો રહે છે વા પરમેષ્ઠિવાચક પાંચ નમોકારને ચિંતવતો રહે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #246
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ૨૧૯ છે વા કર્મોદયના રસની જાતિને ચિતવતો રહે છે તેને સામાયિકવ્રત હોય છે.
ભાવાર્થ- સામાયિકનું વર્ણન પહેલાં શિક્ષાવ્રતમાં કર્યું હતું કે “રાગદ્વેષ છોડી સમભાવપૂર્વક ક્ષેત્ર-કાળ-આસન-ધ્યાનમનશુદ્ધિ-વચનશુદ્ધિ-કાયશુદ્ધિ સહિત કાળની મર્યાદા કરી એકાન્તસ્થાનમાં બેસી સર્વ સાવધયોગનો ત્યાગ કરી ધર્મધ્યાનરૂપ પ્રવર્ત; એમ કહ્યું હતું. અહીં વિશેષ આ કહ્યું કે “કાયાથી મમત્વ છોડી કાયોત્સર્ગ કરે ત્યાં આદિ-અંતમાં બે નમસ્કાર કરે, ચાર દિશા સન્મુખ થઈ ચાર શિરોનતિ કરે, એક એક શિરોનતિમાં મન-વચન-કાયની શુદ્ધતાની સૂચનારૂપ ત્રણ ત્રણ એમ બાર આવર્ત કરે. એ પ્રમાણે કરી કાયાથી મમત્વ છોડી નિજસ્વરૂપમાં લીન થાય વા જિનપ્રતિમામાં ઉપયોગને લીન કરે વા પંચપરમેષ્ઠિવાચક અક્ષરોનું ધ્યાન કરે તથા (એમ કરતાં) ઉપયોગ કોઈ હરકત તરફ જાય તો ત્યાં કર્મોદયની જાતિને ચિતવે કે આ શાતાવેદનીયનું ફળ છે વા આ અશાતા વેદનીયની જાતિ છે વા આ અંતરાયના ઉદયની જાતિ છે ઇત્યાદિ કર્મના ઉદયને ચિતવે.' આટલું વિશેષ કહ્યું. વળી આ પ્રમાણે પણ વિશેષ જાણવું કે શિક્ષાવ્રતમાં તો મન-વચન-કાય સંબંધી કોઈ અતિચાર પણ લાગે છે વા કાળની મર્યાદા આદિ ક્રિયામાં હીન-અધિક પણ થાય છે, અને અહીં પ્રતિમાની પ્રતિજ્ઞા છે તે તો અતિચાર રહિત શુદ્ધ પળાય છે, ઉપસર્ગાદિન નિમિત્તથી પ્રતિજ્ઞાથી ચળતો નથી એમ જાણવું. આના પાંચ અતિચાર છે. મન- વચન-કાયનું અસ્થિર થવું, અનાદર કરવો, ભૂલી જવું એ (પાંચ) અતિચાર ન લગાવે. એ પ્રમાણે બાર ભેદની અપેક્ષાએ આ સામાયિકપ્રતિમા ચોથો ભેદ થયો.
હવે પ્રોષધપ્રતિમાનો ભેદ કહે છે:
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #247
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
२२०]
[સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા
सत्तमितेरसिदिवसे अवरहे जाइऊण जिणभवणे । किरियाकम्मं किच्चा उववासं चउव्विहं गहिय ।। ३७३ ।। गिहवावारं चत्ता रत्तिं गमिऊण धम्मचिंताए । पचूसे उट्ठित्ता किरियाकम्मं च कादूण ।। ३७४ । । सत्थब्भासेण पुणो दिवसं गमिऊण वंदणं किच्चा । रत्तिं णेदूण तहा पच्चूसे वंदणं किच्चा ।। ३७५ ।। पुजणविहिं च किचा पत्तं गहिऊण णवरि तिविहं पि । भुंजाविऊण पत्तं भुंजंतो पोसहो होदि ।। ३७६ ।।
सप्तमीत्रयोदशीदिवसे अपराह्णे गत्वा जिनभवने । क्रियाकर्म कृत्वा उपवासं चतुर्विधं गृहीत्वा ।। ३७३ ।।
गृहव्यापारं त्यक्त्वा रात्रिं गमयित्वा धर्मचिन्तया। प्रत्यूषे उत्थाय क्रियाकर्म च कृत्वा ।। ३७४।। शास्त्राभ्यासेन पुनः दिवसं गमयित्वा वन्दनां कृत्वा। रात्रिं नीत्वा तथा प्रत्यूषे वन्दनां कृत्वा।। ३७५ ।। पूजनविधिं च कृत्वा पात्रं गृहीत्वा नवरि त्रिविधं अपि । भोजयित्वा पात्रं भुंजान: प्रोषधः भवति ।। ३७६ ।।
અર્થ:- સાતમ અને તેરશના દિવસે બે પહોર પછી જિનચૈત્યાલયમાં જઈ સાયંકાળમાં સામાયિકાદિ ક્રિયાકર્મ કરી ચાર પ્રકારના આહારનો ત્યાગ કરી ઉપવાસ ગ્રહણ કરે, ઘરનો સમસ્ત વ્યાપાર છોડી ધર્મધ્યાનપૂર્વક સાતમ અને તેરશની રાત્રી વ્યતીત કરે, આઠમ અને ચતુર્દશીના પ્રભાતમાં ઊઠી સામાયિક ક્રિયાકર્મ કરે અને તે દિવસ શાસ્ત્રાભ્યાસાદિ કરી ધર્મધ્યાનમાં વિતાવે. સાયંકાળમાં સામાયિકાદિ ક્રિયાકર્મ કરી રાત્રિ પણ એ જ પ્રમાણે ધર્મધ્યાનમાં ગાળે, નોમ અને પૂર્ણિમાના પ્રભાતકાળમાં સામાયિક,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #248
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૨૧
વંદનાદિ કરી-જિનપૂજનવિધાન કરી, ત્રણ પ્રકારના પાત્રોનું પડગાહન કરી તેમને ભોજન કરાવી પછી પોતે ભોજન કરે તેને પ્રોષધપ્રતિમા હોય છે.
ભાવાર્થ:- પહેલાં શિક્ષાવ્રતમાં પ્રોષધની વિધિ કહી હતી તે અહીં પણ જાણવી. ગૃહવ્યાપાર-ભોગઉપભોગની સમસ્ત સામગ્રીનો ત્યાગ કરી એકાન્તમાં જઈ સોળ પહોર ધર્મધ્યાનમાં વ્યતીત કરે, અને અહીં વધારામાં આટલું સમજવું કે ત્યાં સોળ પહોરના વખતનો નિયમ કહ્યો નહોતો-અતિચારાદિ દોષ પણ લાગતા હતા, પરંતુ અહીં તો પ્રતિમાની પ્રતિજ્ઞા છે તેથી સોળ પહોરના ઉપવાસનો નિયમ કરી અતિચાર રહિત પ્રોષધ કરે છે. આ પ્રોષધપ્રતિમાના પાંચ અતિચાર છેઃ જે વસ્તુ જે સ્થાનમાં રાખી હોય તેને ઉઠાવવી–મુકવી, સુવાબેસાવાનું સંસ્તરણ કરવું, એ બધું વગર દેખે જાણે યત્નરહિત કરવું, આ પ્રમાણે ત્રણ અતિચાર તો આ, તથા ઉપવાસમાં અનાદર-અપ્રીતિ કરવી અને ક્રિયાકર્મનું વિસ્મરણ કરવું આ પાંચ અતિચાર લાગવા દે નહિ. (તે નિરતિચાર પ્રોષધોપવાસપ્રતિમા છે).
હવે પ્રોષધનું માહાત્મ્ય કહે છે:
एकं पि णिरारंभ उववासं जो करेदि उवसंतो। बहुभवसंचियकम्मं सो णाणी खवदि लीलाए ।। ३७७ ।।
एकं अपि निरारम्भं उपवासं यः करोति उपशान्तः। बहुभवसञ्चितकर्म सः ज्ञानी क्षपति लीलया ।। ३७७।।
અર્થ:- જે જ્ઞાની સમ્યગ્દષ્ટિ, આરંભનો ત્યાગ કરી ઉપશમભાવ-મંદકષાયરૂપ થઈને એક પણ ઉપવાસ કરે છે તે ઘણા ભવોનાં સંચિત કરેલાં-બાંધેલાં કર્મોને લીલામાત્રમાં ક્ષય કરે છે.
ભાવાર્થ:- કષાય, વિષય અને આહારનો ત્યાગ કરી, આલોક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #249
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૨૨૨]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
-પરલોકના ભોગોની વાંચ્છા છોડી જો એક ઉપવાસ કરે તો તે ઘણા કર્મોની નિર્જરા કરે છે, તો પછી જે પ્રોષધપ્રતિમા અંગીકાર કરી એક પક્ષમાં બે ઉપવાસ કરે તેના સંબંધમાં શું કહેવું! તે સ્વર્ગસુખ ભોગવી મોક્ષને પ્રાપ્ત થાય છે.
હવે આરંભાદિના ત્યાગ વિના ઉપવાસ કરે તેને કર્મનિર્જરા થતી નથી એમ કહે છે:
उववासं कुव्वंतो आरंभं जो करेदि मोहादो । सो णियदेहं सोसदि ण झाडए कम्मलेसं पि ।। ३७८ ।।
उपवासं कुर्वन् आरम्भं यः करोति मोहात् । सः निजदेहं शोषयति न उज्झति कर्मलेशं अपि ।। ३७८ ।
અર્થ:- જે ઉપવાસ કરીને ઘરકાર્યના મોહથી ઘર સંબંધી આરંભ કરે છે તે પોતાના દેહને (માત્ર) સૂકવે છે પણ તેને લેશમાત્ર કર્મનિર્જરા થતી નથી.
ભાવાર્થ:- જે વિષય-કષાય છોડયા વિના કેવળ આહારમાત્ર જ ત્યાગ કરે છે અને સમસ્ત ઘરકાર્ય કરે છે તે પુરુષ માત્ર દેહને જ સૂકવે છે, તેને લેશમાત્ર પણ કર્મનિર્જરા થતી નથી.
હવે સચિત્તત્યાગપ્રતિમા કહે છે:
सच्चित्तं पत्तफलं छल्ली मूलं च किसलयं बीयं । जो ण य भक्खदि णाणी सचित्तविरदो हवे सो दु ।। ३७९ ।।
सचित्तं पत्रं फलं त्वक् मूलं च किशलयं बीजम् । यः न च भक्षयति ज्ञानी सचित्तविरतः भवेत् सः तु ।। ३७९ ।।
અર્થ:- જે જ્ઞાની સમ્યગ્દષ્ટિશ્રાવક પત્ર, ફળ, છાલ, મૂળ, કુંપળ અને બીજ એ ચિત્તને ભક્ષણ કરતો નથી તેને સચિત્ત-વિરતિશ્રાવક કહે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #250
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[૨૨૩
ભાવાર્થ:- જીવોથી સહિત હોય તેને સચિત્ત કહે છે. પત્ર, ફળ, છાલ, મૂળ, બીજ અને કુંપળ ઇત્યાદિ લીલી સચિત્ત વનસ્પતિને ન ખાય તો તે સચિત્તવિરતપ્રતિમા ધાક શ્રાવક છે.*
जो ण य भक्खेदि सयं तस्स ण अण्णस्स जुज्जदे दारं । भुत्तस्स भोजिदस्स हि णत्थि विसेसो जदो को वि ।। ३८० ।। यः न च भक्षयति स्वयं तस्य न अन्यस्मै युज्यते दातुम् । भुक्तस्य भोजयिष्यतः हि नास्ति विशेषः यतः कः अपि ।। ३८० ।।
અર્થ:- વળી જે વસ્તુ પોતે ખાતો નથી તે અન્યને આપવી પણ યોગ્ય નથી, કારણ કે ખાવાવાળા અને ખવરાવવાવાળામાં કાંઈ વિશેષ ( ભેદ ) નથી. કૃત તથા કારિતનું ફળ એકસરખું છે તેથી જે વસ્તુ પોતે ન ખાય તે અન્યને પણ નહિ ખવરાવતાં જ સચિત્તત્યાગવ્રતનું પાલન થાય છે.
जो वज्जेदि सचित्तं दुज्जय-जीहा वि णिज्जिया तेण । दयभावो होदि किओ जिणवयणं पालियं तेण ।। ३८१ । ।
*सुक्कं पक्कं तत्तं अंविललवणेहिं मिस्सियं दव्वं । जं जंतेण य छिण्णं तं सव्वं फासुयं भणियं ॥
शुष्कं पक्कं तप्तं अम्ललवणाभ्यां मिश्रितं द्रव्यम् । यत् यन्त्रेण च छिन्नं तत् सर्वं प्रासुकं भणितम्।।
અર્થ:- સુકાવેલી, પકાવેલી, ખટાશ વા લવણથી મેળવેલી, યંત્રથી છિન્નભિન્ન કરેલી તથા શોધેલી એવી બધીય લીલોતરી (હરિતકાય ) પ્રાસુક એટલે જીવરહિત અચિત્ત થાય છે-કહેવાય છે.
यथा शुष्कपक्वध्वस्ताम्ललवणसंमिश्रदग्धादि द्रव्यं
प्रासुकं ततस्तत्सेवने पापबंधो नास्तीति।।
(શ્રી ગોમ્મટસાર, જીવકાંડ ગા૦ ૨૨૪ ટીકા )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #251
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૨૨૪]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
यः वर्जयति सचित्तं दुर्जयजिह्वा अपि निर्जिता तेन । दयाभावः भवति कृतः जिनवचनं पालितं तेन ।। ३८१ ।।
અર્થ:- જે શ્રાવક સચિત્તનો ત્યાગ કરે છે તેણે, જેને જીતવી કઠણ છે એવી જીહ્વાઇન્દ્રિયને જીતી, દયાભાવ પ્રગટ કર્યો તથા જિનેશ્વરદેવના વચનનું પાલન કર્યું.
ભાવાર્થ:- સચિત્તના ત્યાગમાં મોટો ગુણ છે, તેનાથી જીહ્વાઇન્દ્રિયનું જીતવું થાય છે, પ્રાણીઓની દયા પળાય છે તથા ભગવાનનાં વચનનું પાલન થાય છે; કારણ કે હરિતકાયાદિ સચિત્તમાં ભગવાને જીવ કહ્યા છે એ આજ્ઞા પાલન થઈ. સચિત્તમાં મળેલી વા ચિત્તથી બંધ-સંબંધરૂપ વસ્તુ ઇત્યાદિક તેના અતિચાર છે. એ અતિચાર લગાવે નહિ તો શુદ્ધ ત્યાગ થાય અને ત્યારે જ પ્રતિમાની પ્રતિજ્ઞાનું પાલન થાય છે. ભોગોપભોગવ્રત અને દેશાવકાશિકવ્રતમાં પણ સચિત્તનો ત્યાગ કહ્યો છે પરંતુ ત્યાં નિરતિચાર-નિયમરૂપ (ત્યાગ ) નથી અને અહીં નિયમરૂપ નિરતિચાર ત્યાગ હોય છે. એ પ્રમાણે સચિત્તત્યાગ નામની પાંચમી પ્રતિમાનું વા બા ભેદોમાં છઠ્ઠા ભેદનું વર્ણન કર્યું.
હવે રાત્રિ ભોજનત્યાગ નામની છઠ્ઠી પ્રતિમા કહે છે :जो चउविहं पि भोज्जं रयणीए व भुंजदे णाणी । ण य भुंजावदि अण्णं णिसिविरओ सो हवे भोज्जो ।। ३८२ ।।
यः चतुर्विधं अपि भोज्यं रजन्यां नैव भुंक्ते ज्ञानी । न च भोजयति अन्यं निशिविरतः सः भवेत् भोज्यः ।। ३८२ ।।
અર્થ:- જે જ્ઞાની સમ્યગ્દષ્ટિશ્રાવક રાત્રિ વિષે ચાર પ્રકારના અશન, પાન, ખાદ્ય અને સ્વાધ આહારને ભોગવતો નથી-ખાતો નથી તથા બીજાને તેવું ભોજન કરાવતો નથી તે શ્રાવક રાત્રિભોજનનો ત્યાગી હોય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #252
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ૨૨૫ ભાવાર્થ:- માંસભક્ષણદોષ તથા બહુઆરંભી ત્રસઘાતદોષની અપેક્ષાએ રાત્રિભોજનનો ત્યાગ તો પહેલી-બીજી પ્રતિમામાં જ કરાવ્યો છે. પરંતુ ત્યાં કૃત-કારિત-અનુમોદના તથા મન-વચન-કાયાના કોઈ ઘેષ લાગે છે તેથી શુદ્ધ ત્યાગ નથી અને અહીં તો (એ બધા દોષો ટાળી) શુદ્ધ ત્યાગ થાય છે માટે તેને પ્રતિમા કહી છે.
जो णिसिभुतिं वज्जदि सो उववासं करेदि छम्मासं। संवच्छरस्स मज्झे आरंभं चयदि रयणीए।। ३८३।। यः निशिभुक्तिं वर्जयति सः उपवासं करोति षण्मासम्। संवत्सरस्य मध्ये आरम्भं त्यजति रजन्याम्।।३८३।।
અર્થ:- જે પુરુષ રાત્રિભોજન છોડે છે તે એક વરસદહાડે છે માસના ઉપવાસ કરે છે, રાત્રિભોજનના ત્યાગથી ભોજનસંબંધી આરંભ પણ ત્યાગે છે તથા વ્યાપારાદિ સંબંધી આરંભ પણ છોડ છે. તેથી તે મહાન દયાપાલન કરે છે.
- ભાવાર્થ- જે રાત્રિભોજન ત્યાગે છે તે વરસદહાડે છે માસના ઉપવાસ કરે છે તથા અન્ય આરંભનો પણ રાત્રિમાં ત્યાગ કરે છે. વળી અન્ય ગ્રન્થોમાં આ પ્રતિમામાં દિવામૈથુનત્યાગ એટલે દિવસમાં મન-વચન-કાય, કૃત-કારિતઅનુમોદના પૂર્વક સ્ત્રીસેવનનો ત્યાગ પણ કહ્યો છે. એ પ્રમાણે રાત્રિભોજનત્યાગપ્રતિમાનું નિરૂપણ કર્યું. આ પ્રતિમા છઠ્ઠી છે તથા બાર ભેદોમાં સાતમો ભેદ છે.
હવે બ્રહ્મચર્યપ્રતિમાનું નિરૂપણ કરે છે - सव्वेसिं इत्थीणं जो अहिलासं ण कुव्वदे णाणी। मण-वाया-कायेण य बंभवई सो हवे सदओ।।३८४।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #253
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
सर्वासां स्त्रीणां य अभिलाषं न कुर्वते ज्ञानी । मनोवाक्कायेन च ब्रह्मव्रती सः भवेत् सदयः ।। ३८४ ।। जो कय-कारिय- मोयण-मण-वय-काएण मेहुणं चयदि । बंभ-पवज्जारूढो बंभवई सो हवे
सदओ ।। ३८४१ ।।
यः कृतकारितमोदनमनोवाक्कायेन मैथुनं त्यजति । ब्रह्मप्रव्रज्यारुढः ब्रह्मव्रती स ભવેત્ સભ્ય:।। રૂ૮૪*||
અર્થ:- જે જ્ઞાની સમ્યગ્દષ્ટિશ્રાવક દેવાંગના, મનુષ્યણી, તિર્યંચણી અને ચિત્રામણની ઇત્યાદિ ચારે પ્રકારની બધીય સ્ત્રીઓનો મન-વચન-કાયાથી અભિલાષ ન કરે તે બ્રહ્મચર્યવ્રતનો ધારક થાય છે. કેવો છે તે ? દયાનો પાલન કરવાવાળો છે.
ભાવાર્થ:- સર્વ સ્ત્રીઓનો મનવચનકાય તથા કૃતકારિત અનુમોદનાથી સર્વથા ત્યાગ કરે તે બ્રહ્મચર્ય પ્રતિમા છે.
હવે આરંભવિરતિપ્રતિમા કહે છે :
जो आरंभं ण कुणदि अण्णं कारयदि णेव अणुमण्णे । हिंसासंतद्वमणो चत्तारंभो हवे सो हि ।। ३८५ । ।
यः आरम्भं न करोति अन्यं कारयति नैव अनुमन्यते । હિંસામંત્રસ્તમના: ત્યારમ્ભ: ભવેત્ સ: દિ।।૩૮।।
અર્થ:- જે શ્રાવક ગૃહકાર્યસંબંધી કાંઈ પણ આરંભ કરતો નથી, અન્ય પાસે કરાવતો નથી તથા કોઈ કરતો હોય તેને ભલો જાણતો નથી તે નિશ્ચયથી આરંભત્યાગી હોય છે. કેવો છે તે ? હિંસાથી ભયભીત છે મન જેનું એવો છે.
ભાવાર્થ:- મન-વચન-કાયાથી તથા કૃત-કારિત-અનુમોદનાથી ગૃહકાર્યના આરંભનો ત્યાગ કરે છે તે આરંભત્યાગ પ્રતિમાધારી શ્રાવક હોય છે. આ પ્રતિમા આઠમી છે અને બાર ભેદોમાં આ નવમો ભેદ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #254
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[૨૨૭
હવે પરિગ્રહત્યાગપ્રતિમા કહે છે :
जो परिवज्जइ गंथं अव्यंतर बाहिरं च साणंदो। पावं ति मण्णमाणो णिग्गंथो सो हवे पाणी ।। ३८६ ।।
यः परिवर्जयति ग्रन्थं अभ्यन्तर - बाह्यं च सानन्दः । पापं इति मन्यमानः निर्ग्रन्थः सः भवेत् ज्ञानी ।। ३८६ ।।
અર્થ:- જે જ્ઞાની સમ્યગ્દષ્ટિશ્રાવક અત્યંતર તથા બાહ્ય એવા બે પ્રકારના પરિગ્રહ, કે જે પાપના કારણરૂપ છે એમ માનતો થકો, આનંદપૂર્વક છોડે છે તે પરિગ્રહત્યાગી શ્રાવક હોય છે.
ભાવાર્થ:- આત્યંત૨પરિગ્રહમાં મિથ્યાત્વ, અનંતાનુબંધીકષાય તથા અપ્રત્યા- ખ્યાનાવરણકષાય તો પહેલાં છૂટી ગયા છે, હવે પ્રત્યાખ્યાનાવરણ અને તેની સાથે લાગેલ હાસ્યાદિક તથા વેદને ઘટાડે છે, વળી બાહ્યથી ધન-ધાન્યાદિ સર્વનો ત્યાગ કરે છે, પરિગ્રહત્યાગમાં ઘણો આનંદ માને છે કારણ કે જેને સાચો વૈરાગ્ય હોય છે તે પરિગ્રહને પાપરૂપ તથા મોટી આપદારૂપ દેખે છે અને તેના ત્યાગમાં ઘણું સુખ માને છે.
बाहिरगंथविहीणा दलिद्दमणुआ सहावदो होंति । अब्भंतरगंथं पुण ण सक्कदे को वि छंडेदुं ।। ३८७ ।।
बाह्यग्रन्थविहीनाः दरिद्रमनुष्याः स्वभावतः भवन्ति । अभ्यन्तरग्रन्थं पुनः न शक्नोति कः अपि त्यक्तुम् ।। ३८७।।
અર્થ:- બાહ્યપરિગ્રહરહિત તો દરિદ્રમનુષ્ય સ્વભાવથી જ હોય છે એટલે એવા ત્યાગમાં આશ્ચર્ય નથી પણ આવ્યંતરપરિગ્રહને છોડવા માટે કોઈ પણ સમર્થ થતું નથી.
ભાવાર્થ:- જે આશ્ચંત૨પરિગ્રહ છોડે છે તેની જ મહત્તા છે સામાન્યપણે આત્યંતરપરિગ્રહ મમત્વભાવ છે, એને જે છોડે છે તેને પરિગ્રહનો ત્યાગી કહીએ છીએ. એ પ્રમાણે પરિગ્રહત્યાગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #255
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
પ્રતિમાનું સ્વરૂપ કહ્યું. આ પ્રતિમા નવમી છે તથા બાર ભેદોમાં આ દશમો ભેદ છે.
હવે અનુમોદનવિરતિપ્રતિમા કહે છે :
जो अणुमणणं ण कुणदि गिहत्थकज्जेसु पावमूलेसु । भवियव्वं भावंतो अणुमणविरओ हवे सो दु । । ३८८ ।।
यः अनुमननं न करोति गृहस्थकार्येषु पापमूलेषु । भवितव्यं भावयन् अनुमनविरतः भवेत् सः तु ।। ३८८ ।।
6
અર્થ:- જે શ્રાવક, પાપના મૂળ જે ગૃહસ્થના કાર્યો તેમાં, અનુમોદના ન કરે-કેવી રીતે? જે ભવિતવ્ય છે તેમ-જ થાય છે' એવી ભાવના કરતો થકો-તે અનુમોદનવિરતિપ્રતિમાધારી શ્રાવક છે.
ભાવાર્થ:- આહા૨ના અર્થે ગૃહસ્થકાર્યના આરંભાદિકની પણ અનુમોદના ન કરે, ઉદાસીન થઈ ઘરમાં પણ રહે વા બાહ્ય ચૈત્યાલય-મઠ-મંડપમાં પણ વસે, ભોજન માટે પોતાને ઘરે વા અન્ય શ્રાવક બોલાવે તો ત્યાં ભોજન કરી આવે. વળી એમ પણ ન કહે કે ‘અમારા માટે ફલાણી વસ્તુ તૈયાર કરજો '. ગૃહસ્થ જે કાંઈ જમાડે તે જ જમી આવે. તે દશમી પ્રતિમાધારી શ્રાવક હોય છે.
जो पुण चिंतदि कज्जं सुहासुहं रायदोससंजुत्तो । उवओगेण विहीणं स कुणदि पावं विणा कज्जं ।। ३८९ ।।
यः पुनः चिन्तयति कार्यं शुभाशुभं रागद्वेषसंयुतः । उपयोगेन विहीनः सः करोति पापं विना कार्यम् ।। ३८९ ।।
અર્થ:- જે પ્રયોજન વિના રાગદ્વેષ સહિત બની શુભ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #256
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૨૯ અશુભકાર્યોનું ચિંતવન કરે છે તે પુરુષ વિના કાર્ય પાપ ઉપજાવે
છે.
ભાવાર્થ:- પોતે તો ત્યાગી બન્યો છે છતાં વિના પ્રયોજન પુત્રજન્મપ્રાપ્તિ-વિવાહાદિક શુભકાર્યો તથા કોઈને પીડા આપવી, મારવો, બાંધવો ઇત્યાદિક અશુભકાર્યો-એમ શુભાશુભ કાર્યોનું ચિંતવન કરી જે રાગદ્વેષ પરિણામ વડે નિરર્થક પાપ ઉપજાવે છે તેને દશમી પ્રતિમા કેમ હોય? તેને તો એવી બુદ્ધિ જ રહે કે “જે પ્રકારનું ભવિતવ્ય છે તેમ જ થશે, જેમ આહારાદિ મળવાં હશે તેમ જ મળી રહેશે '. એવા પરિણામ રહે તો અનુમતિત્યાગનું પાલન થાય છે. એ પ્રમાણે બાર ભેદમાં અગિયારમો ભેદ કહ્યો.
હવે ઉદ્દિષ્ટવિરતિ નામની અગિયારમી પ્રતિમાનું સ્વરૂપ કહે છે :
जो णवकोडिविसुद्ध भिक्खायरणेण भुंजदे भोज्जं। जायणरहियं जोग्गं उद्दिट्टाहारविरदो सो।। ३९० ।।
यः नवकोटिविशुद्ध भिक्षाचरणेन भुंक्ते भोज्यम्। याचनरहितं योग्यं उद्दिष्टाहारविरत: सः।। ३९०।।
અર્થ:- જે શ્રાવક મન-વચન-કાયા તથા કૃત-કારિતઅનુમોદનાજન્ય નવ પ્રકારના દોષરહિત અર્થાત્ નવ કોટિએ શુદ્ધ આહાર ભિક્ષાચરણપૂર્વક ગ્રહણ કરે, તેમાં પણ યાચનારહિત ગ્રહણ કરે પણ યાચના પૂર્વક ન ગ્રહણ કરે, તેમાં પણ યોગ્ય (નિર્દોષ) ગ્રહણ કરે પણ સચિત્તાદિ દોષસહિત અયોગ્ય હોય તો ન ગ્રહણ કરે, તે ઉષ્ટિઆહારનો ત્યાગી છે.
ભાવાર્થ- જે ઘર છોડી મઠ-મંડપમાં રહેતો હોય, ભિક્ષાચરણથી આહાર લેતો હોય, પણ પોતાના નિમિત્તે કોઈએ આહાર બનાવ્યો હોય તો તે આહાર ન લે, યાચનપૂર્વક ન લે તથા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #257
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૦]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા માંસાદિક વા સચિત્ત એવો અયોગ્ય આહાર ન લે તે ઉષ્ટિવિરતિ શ્રાવક છે.
હવે “અંતસમયમાં શ્રાવક આરાધના કરે ” એમ કહે છે :जो सावयवयसुद्धो अंते आराहणं परं कुणदि। सो अच्चुदम्हि सग्गे इंदो सुरसेविदो होदि।। ३९१ ।। यः श्रावकव्रतशुद्धः अन्ते आराधनं परं करोति। स: अच्युते स्वर्गे इन्द्रः सुरसेवितः भवति।। ३९१।।
અર્થ- જે શ્રાવકવ્રતોથી શુદ્ધ છે તથા અંતસમયે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને પરૂપ ઉત્કૃષ્ટ આરાધના આરાધે છે તે અય્યત સ્વર્ગમાં દેવોથી સેવનીય ઇન્દ્ર થાય છે.
ભાવાર્થ:- જે સમ્યગ્દષ્ટિશ્રાવક નિરતિચારપણે અગિયાર પ્રતિમા રૂપ શુદ્ધ વ્રતનું પાલન કરે છે અને અંતસમયે મરણકાળમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ ( એ ચાર) આરાધનાને આરાધે છે તે અશ્રુતસ્વર્ગમાં ઇન્દ્ર થાય છે. આ, ઉત્કૃષ્ટ શ્રાવકના વ્રતોનું ઉત્કૃષ્ટ ફળ છે. એ પ્રમાણે અગિયાર પ્રતિમાઓનું સ્વરૂપ કહ્યું. અન્ય ગ્રંથોમાં તેના બે ભેદ કહ્યા છે. પ્રથમ ભેદવાળો તો એક વસ્ત્ર રાખે, કેશોને કાતરથી વા અસ્તરાથી સોરાવે (લૌર કરાવે), પોતાના હાથથી પ્રતિલેખન કરે, બેસીને ભોજન કરે, પોતાના હાથમાં ભોજન કરે ના પાત્રમાં પણ કરે, ત્યારે બીજા ભેદવાળો કેશોનોલોચ કરે. પ્રતિ-લેખન પાછળથી કરે, પોતાના હાથમાં જ ભોજન કરે તથા કોપિન ધારણ કરે ઇત્યાદિક. તેની વિધિ અન્ય ગ્રંથોથી સમજવી. એ પ્રમાણે પ્રતિમા તો અગિયાર થઈ તથા બાર ભેદ કહ્યા હતા તેમાં આ શ્રાવકનો બારમો ભેદ થયો.
હવે અહીં સંસ્કૃત ટીકાકારે અન્ય ગ્રંથાનુસાર શ્રાવકસંબંધી થોડુંક કથન લખ્યું છે, તે સંક્ષેપમાં લખીએ છીએ :
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #258
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ૨૩૧ - છઠ્ઠી પ્રતિમા સુધી તો જઘન્ય શ્રાવક કહ્યો છે, સાતમી, આઠમી અને નવમી પ્રતિમાધારકને મધ્યમ શ્રાવક કહ્યો છે, તથા દશમી-અગિયારમી પ્રતિમાધારકને ઉત્કૃષ્ટ શ્રાવક કહ્યો છે. વળી કહ્યું છે કે સમિતિ સહિત પ્રવર્તે તો અણુવ્રત સફળ છે, પણ સમિતિ રહિત પ્રવર્તે તો વ્રત પાલન કરતો હોવા છતાં અવ્રતી છે.
પ્રશ્ન- ગૃહસ્થને અસિ, મણિ, કૃષિ, વાણિજ્યના આરંભમાં ત્રસ્થાવર જીવોની હિંસા થાય છે, તો ત્રસહિંસાનો ત્યાગ તેનાથી કેવી રીતે બને? તેનું સમાધાન :
પક્ષ, ચર્યા અને સાધકતા એમ શ્રાવકની ત્રણ પ્રવૃત્તિ કહી છે. ત્યાં પક્ષનો ધારક છે તેને પાક્ષિક શ્રાવક કહે છે, ચર્યાના ધારકને નૈષ્ઠિક શ્રાવક કહે છે, તથા સાધકતાના ધારકને સાધક શ્રાવક કહે છે. ત્યાં પક્ષ તો આ પ્રમાણે છે કે-જૈનમાર્ગમાં ત્રસહિંસાના ત્યાગીને શ્રાવક કહ્યો છે તેથી હું મારા પ્રયોજનને માટે વા પરના પ્રયોજનને માટે ત્રસજીવોને હણું નહિ, ધર્મને માટે, દેવતાને માટે, મંત્રસાધનાને માટે, ઔષધને માટે, આહારને માટે તથા અન્ય ભાગોને માટે હણું નહિ એવો પક્ષ જેને હોય તે પાક્ષિક છે. અસિ-મસિ-કૃષિ અને વાણિજ્યાદિ કાર્યોમાં તેનાથી હિંસા તો થાય છે તો પણ મારવાનો અભિપ્રાય નથી, માત્ર પોતાના કાર્યનો અભિપ્રાય છે, ત્યાં જીવાત થાય છે તેની આત્મનિંદા કરે છે. એ પ્રમાણે ત્રસહિંસા નહિ કરવાના પક્ષમાત્રથી તેને પાક્ષિક કહીએ છીએ. અહીં અપ્રત્યાખ્યાનાવરણ કષાયના મંદઉદયના પરિણામ છે માટે તે અવ્રતી જ છે, વ્રતપાલનની ઇચ્છા છે પણ નિરતિચાર વ્રત પાલન થતાં નથી તેથી તેને પાક્ષિક જ કહ્યો છે.
વળી નૈષ્ઠિક થાય છે ત્યારે અનુક્રમે પ્રતિમાની પ્રતિજ્ઞા પળાય છે. આને અપ્રત્યાખ્યાનાવરણકષાયનો અભાવ થયો છે તેથી પાંચમા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #259
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૨]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ગુણસ્થાનની પ્રતિજ્ઞા અતિચાર રહિત પળાય છે. ત્યાં પ્રત્યાખ્યાનાવરણ કષાયના તીવ્ર-મંદ ભેદોથી અગિયાર પ્રતિમાના ભેદ છે. જેમ જેમ કષાય મંદ થતો જાય તેમ તેમ આગલી પ્રતિમાની પ્રતિજ્ઞા થતી જાય છે. ત્યાં એમ કહ્યું છે કે ઘરનું સ્વામિપણું છોડી ગૃહકાર્ય તો પુત્રાદિકને સોંપે તથા પોતે કષાયહાનિના પ્રમાણમાં પ્રતિમાની પ્રતિજ્ઞા અંગીકાર કરતો જાય.
જ્યાં સુધી સકલસંયમ ન ગ્રહણ કરે ત્યાં સુધી-અગિયારમી પ્રતિમા સુધી નૈષ્ઠિક શ્રાવક કહેવાય છે. જ્યારે મરણકાળ આવ્યો જાણે ત્યારે આરાધન સહિત થઈ, એકાગ્રચિત્ત કરી, પરમેષ્ઠીના ચિંતવનમાં રહી સમાધિપૂર્વક પ્રાણ છોડે તે સાધક કહેવાય છે. એવું વ્યાખ્યાન છે.
વળી કહ્યું છે કે ગૃહસ્થ, દ્રવ્યનું જે ઉપાર્જન કરે તેના છે ભાગ કરે. એક ભાગ તો ધર્મના અર્થે આપે, એક ભાગ કુટુંબના પોષણમાં આપે, એક ભાગ પોતાના ભોગમાં ખરચ કરે, એક ભાગ પોતાના સ્વજનસમૂહના વ્યવહારમાં ખર્ચે અને બાકીના બે ભાગ અનામત ભંડાર તરીકે રાખે. તે દ્રવ્ય કોઈ મોટા પૂજન વા પ્રભાવનામાં અથવા કાળ-દુકાળમાં કામ આવે. એ પ્રમાણે કરવાથી ગૃહસ્થને આકુળતા ઊપજે નહિ અને ધર્મ સાધી શકાય. અહીં સંસ્કૃતટીકાકારે ઘણું કથન કર્યું છે તથા પહેલાંની ગાથાના કથનમાં અન્ય ગ્રંથોનાં કથન સધાય છે. કથન ઘણું કર્યું છે તે બધું સંસ્કૃત ટીકાથી જાણવું, અહીં તો ગાથાનો જ અર્થ સંક્ષેપમાં લખ્યો છે, વિશેષ જાણવાની ઇચ્છા હોય તેણે રયણસાર, વસુનંદીકૃત શ્રાવકાચાર, રત્નકાંડશ્રાવકાચાર, પુરુષાર્થસિદ્ધયુપાય, અમિતગતિશ્રાવકાચાર અને પ્રાકૃતદોહાબંધ- શ્રાવકાચાર ઇત્યાદિ ગ્રંથોથી જાણવું. અહીં સંક્ષેપમાં કથન કર્યું છે. એ પ્રમાણે બારભેદરૂપ શ્રાવકધર્મનું વર્ણન કર્યું.
હવે મુનિધર્મનું વ્યાખ્યાન કરે છે :
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #260
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૩૩
जो रयणत्तयजुत्तो खमादिभावेहिं परिणदो णिच्चं । सव्वत्थ वि मज्झत्थो सो साहू भण्णदे धम्मो ।। ३९२ ।।
यः रत्नत्रययुक्तः क्षमादिभावैः परिणतः नित्यम्। सर्वत्र अपि मध्यस्थः सः साधुः भण्यते धर्मः ।। ३९२ ।।
અર્થ:- જે પુરુષ રત્નત્રય અર્થાત્ નિશ્ચય-વ્યવહારરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી યુક્ત હોય, ક્ષમાદિ ભાવ અર્થાત્ ઉત્તમ ક્ષમાથી માંડી દસ પ્રકારના ધર્મોથી નિત્ય-નિરંતર પરિણત હોય, સુખ-દુ:ખ, તૃણ-કંચન, લાભ-અલાભ, શત્રુ-મિત્ર, નિન્દાપ્રસંશા અને જીવન-મરણ આદિમાં મધ્યસ્થ એટલે કે સમભાવરૂપ વર્તે અને રાગદ્વેષથી રહિત હોય તેને સાધુ કહે છે, તેને જ ધર્મ કહે છે; કા૨ણ કે જેમાં ધર્મ છે તે જ ધર્મની મૂર્તિ છે, તે જ ધર્મ
છે.
ભાવાર્થ:- અહીં રત્નત્રય સહિત કહેવામાં તેર પ્રકારનું ચારિત્ર છે તે મહાવ્રત આદિ મુનિનો ધર્મ છે, તેનું વર્ણન કરવું જોઈએ; પરંતુ અહીં દસ પ્રકારના વિશેષ ધર્મોનું વર્ણન છે. તેમાં મહાવ્રત આદિનું વર્ણન પણ ગર્ભિત છે એમ સમજવું.
હવે દસ પ્રકારના ધર્મોનું વર્ણન કરે છે :
सो चेव दहपयारो खमादिभावेहिं सुक्खसारेहिं । ते पुण भणिज्जमाणा मुणियव्वा परमभत्तीए ।। ३९३ ।।
सः च एव दशप्रकार: क्षमादिभावैः सौख्यसारैः।
ते पुनः भण्यमानाः ज्ञातव्याः परमभक्त्या ।। ३९३ ।।
અર્થ:- તે મુનિધર્મ ક્ષમાદિ ભાવોથી દસ પ્રકારનો છે. કેવો છે તે? સૌખ્યસાર એટલે તેનાથી સુખ થાય છે અથવા તેનામાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #261
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા સુખ છે અથવા સુખથી સારરૂપ છે એવો છે. હવે કહેવામાં આવનાર દસ પ્રકારના ધર્મો ભક્તિથી, ઉત્તમ ધર્માનુરાગથી જાણવા યોગ્ય છે.
ભાવાર્થ- ઉત્તમ ક્ષમા, માદવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય-એવા દસ પ્રકારના મુનિધર્મ છે. તેમનું જુદું જુદું વ્યાખ્યાન હવે કરે છે.
હવે પ્રથમ જ ઉત્તમ ક્ષમાધર્મ કહે છે :कोहेण जो ण तप्पदि सुरणरतिरिएहिं कीरमाणे वि। उवसग्गे वि रउद्दे तस्स खमा णिम्मला होदि।।३९४ ।। क्रोधेन यः न तप्यते सुरनरतिर्यग्भिः क्रियमाणे अपि। उपसर्गे अपि रौद्रै तस्य क्षमा निर्मला भवति।। ३९४ ।।
અર્થ:- જે મુનિ દેવ-મનુષ્ય-તિર્યંચાદિ દ્વારા રૌદ્ર ભયાનક ઘોર ઉપસર્ગ થવા છતાં પણ ક્રોધથી તસાયમાન ન થાય તે મુનિને નિર્મલ ક્ષમા હોય છે.
ભાવાર્થ:- જેમ શ્રીદત્તમુનિ યંતરદેવકૃત ઉપસર્ગને જીતી કેવળજ્ઞાન ઉપજાવી મોક્ષ ગયા, ચિલાતીપુત્રમુનિ વ્યતરકૃત ઉપસર્ગને જીતી સર્વાર્થસિદ્ધિ ગયા, સ્વામિકાર્તિકેયમુનિ કચરાજાકૃત ઉપસર્ગને જીતી દેવલોક ગયા, ગુરુદત્તમુનિ કપિલબ્રાહ્મણકૃત ઉપસર્ગને જીતી મોક્ષ ગયા, શ્રીધન્યમુનિ ચક્રરાજકૃત ઉપસર્ગને જીતી કેવળજ્ઞાન ઉપજાવી મોક્ષ ગયા, પાંચસો મુનિ દંડક રાજાકૃત ઉપસર્ગને જીતી સિદ્ધિને (મોક્ષને ) પ્રાપ્ત થયા, ગજકુમારમુનિ પાંશુલશ્રેષ્ઠિકૃત ઉપસર્ગને જીતી સિદ્ધિને પ્રાપ્ત થયા, ચાણક્ય આદિ પાંચસો મુનિ મંત્રીકૃત ઉપસર્ગને જીતી મોક્ષ ગયા, સુકુમાલમુનિ શિયાલણીકૃત ઉપસર્ગને સહન કરી દેવ થયા, શ્રેષ્ઠિના બાવીસ પુત્રો નદીના પ્રવાહમાં પદ્માસને શુભધ્યાન કરી મરીને દેવ થયા,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #262
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૩૫
સુકૌશલમુનિ વાઘણકૃત ઉપસર્ગને જીતી સર્વાર્થસિદ્ધિ ગયા તથા શ્રીપણિકમુનિ જળનો ઉપસર્ગ સહીને મુક્ત થયા, તેમ દેવ-મનુષ્ય-પશુ અને અચેતનકૃત ઉપસર્ગ સહન કર્યા છતાં ત્યાં ક્રોધ ન કર્યો તેમને ઉત્તમ ક્ષમા થઈ. એ પ્રમાણે ઉપસર્ગ કરવાવાળા ઉપર પણ ક્રોધ ન ઊપજે ત્યારે ઉત્તમ ક્ષમા હોય છે.
ત્યાં ક્રોધનું નિમિત્ત આવતાં એવું ચિંતવન કરે કે જો કોઈ મારા દોષ કહે છે તે જો મારામાં વિધમાન છે તો તે શું ખોટું કહે છે?-એમ વિચારી ક્ષમા કરવી. વળી જો મારામાં દોષ નથી તો એ જાણ્યા વિના કહે છે ત્યાં અજ્ઞાન ઉપર કોપ શો કરવો ?-એમ વિચારી ક્ષમા કરવી; અજ્ઞાનીનો તો બાળસ્વભાવ ચિંતવવો, એટલે બાળક તો પ્રત્યક્ષ પણ કહે અને આ તો પરોક્ષ જ કહે છે એ જ ભલું છે, વળી પ્રત્યક્ષ પણ કુવચન કહે તો આમ વિચારવું કે બાળક તો તાડન પણ કરે અને આ તો કુવચન જ કહે છેતાડતો નથી એ જ ભલું છે, વળી જો તાડન કરે તો આમ વિચારવું કે-બાળક અજ્ઞાની તો પ્રાણઘાત પણ કરે અને આ તો માત્ર તાડન જ કરે છે પણ પ્રાણઘાત તો નથી કર્યો-એ જ ભલું છે; વળી પ્રાણઘાત કરે તો આમ વિચારવું કે અજ્ઞાની તો ધર્મનો પણ વિધ્વંસ (નાશ) કરે છે અને આ તો પ્રાણઘાત કરે છે પણ ધર્મનો વિધ્વંસ તો નથી કરતો. વળી વિચારે કે મેં પૂર્વે પાપકર્મ ઉપજાવ્યાં તેનું આ દુર્વચનાદિ ઉપસર્ગ-ફળ છે. આ મારો જ અપરાધ છે બાકી અન્ય તો નિમિત્તમાત્ર છે, ઇત્યાદિ ચિંતવન કરતાં ઉપસર્ગાદિના નિમિત્તથી ક્રોધ ઉત્પન્ન થતો નથી અને ઉત્તમ ક્ષમાધર્મ સધાય છે.
હવે ઉત્તમ માર્દવધર્મ કહે છે :
उत्तमणाणपहाणो उत्तमतवयरणकरणसीलो वि। अप्पाणं जो हीलदि मद्दवरयणं भवे तस्स ।। ३९५ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #263
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
उत्तमज्ञानप्रधानः उत्तमतपश्चरणकरणशीलः अपि । आत्मानं यः हीलति मार्दवरत्नं भवेत् तस्य ।। ३९५ ।।
અર્થ:- જે મુનિ ઉત્તમજ્ઞાનથી તો પ્રધાન હોય તથા ઉત્તમ તપશ્ચરણ કરવાનો જેનો સ્વભાવ હોય તોપણ જે પોતાના આત્માને મદરહિત કરે-અનાદરૂપ કરે તે મુનિને ઉત્તમ માર્દવધર્મરત્ન હોય છે.
ભાવાર્થ:- સકલ શાસ્ત્રને જાણવાવાળો પંડિત હોય તોપણ જ્ઞાનમદ ન કરે. ત્યાં આમ વિચારે કે મારાથી મોટા અવધિમન:પર્યયજ્ઞાની છે, કેવળજ્ઞાની તો સર્વોત્કૃષ્ટ જ્ઞાની છે, હું કોણ છું? અલ્પજ્ઞ છું. વળી ઉત્તમતપ કરે તોપણ તેનો મદ ન કરે, પોતે સર્વ જાતિ, કુળ, બળ, વિદ્યા, ઐશ્વર્ય અને તપ આદિ વડે સર્વથી મોટો છે તોપણ ૫૨કૃત અપમાનને પણ સહન કરે છે પરંતુ ત્યાં ગર્વ કરી કષાય ઉપજાવતો નથી. ત્યાં ઉત્તમ માર્દવધર્મ હોય છે.
હવે ઉત્તમ આર્જવધર્મ કહે છે :
जो चिंतेइ ण वंकं कुणदि ण वंकं ण जंपए वंकं । णय गोवदि णियदोसं अज्जवधम्मो हवे तस्स ।। ३९६ ।।
यः चिन्तयति न वक्रं करोति न वक्रं न जल्पते वक्रम् । न च गोपायति निजदोषं आर्जवधर्मः भवेत् तस्य ।। ३९६ ।।
અર્થ:- જે મુનિ મનમાં વક્રતા ન ચિંતવે, કાયાથી વક્રતા ન કરે, વચનથી વક્રતા ન બોલે તથા પોતાના દોષોને ગોપવે નહિછુપાવે નહિ તે મુનિને ઉત્તમ આર્જવધર્મ હોય છે.
ભાવાર્થ:- મન-વચન-કાયામાં સરળતા હોય અર્થાત્ જે મનમાં વિચારે, તે જ વચનથી કહે અને તે જ કાયાથી કરે, પણ બીજાને ભુલવણીમાં નાખવા-ઠગવા અર્થે વિચાર તો કાંઈ કરવો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #264
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા].
[ ૨૩૭ અને કહેવું બીજાં તથા કરવું વળી કોઈ બીજું, ત્યાં માયાકષાય પ્રબળ હોય છે. એમ ન કરે પણ નિષ્કપટ બની પ્રવર્તે, પોતાનો દોષ છુપાવે નહિ પણ જેવો હોય તેવો બાળકની માફક ગુની પાસે કહે ત્યાં ઉત્તમ આર્જવધર્મ હોય છે.
હવે ઉત્તમ શૌચધર્મ કહે છે. समसंतोसजलेण य जो धोवदि तिहलोहमलपुंजं। भोयणगिद्धिविहीणो तस्स सउच्चं हवे विमलं ।। ३९७।। समसन्तोषजलेन च यः धोवति तृष्णालोभमलपुंजम्। भोजनगृद्धिविहीन: तस्य शौचं भवेत् विमलम्।। ३९७ ।।
અર્થ:- જે મુનિ સમભાવ અર્થાત રાગદ્વેષરહિત પરિણામ અને સંતોષ અર્થાત સંતુષ્ટભાવરૂપ જળથી તૃષ્ણા તથા લોભરૂપ મળસમૂહને ધોવે છે, ભોજનની વૃદ્ધિ અર્થાત્ અતિ ચાહનાથી રહિત છે તે મુનિનું ચિત્ત નિર્મળ છે, અને તેને ઉત્તમ શૌચધર્મ હોય છે.
ભાવાર્થ- તૃણ-કંચનને સમાન જાણવું તે સમભાવ છે તથા સંતોષ-સંતુષ્ટપણું-તૃતભાવ અર્થાત્ પોતાના સ્વરૂપમાં જ સુખ માનવું એવા ભાવરૂપ જળથી ભવિષ્યમાં મળવાની ચાહનારૂપ તૃષ્ણા તથા પ્રાપ્ત દ્રવ્યાદિકમાં અતિ લિસપણારૂપ લોભ, એના (એ બંનેના) ત્યાગમાં અતિ ખેદરૂપ મળને ધોવાથી મન પવિત્ર થાય છે. મુનિને અન્ય ત્યાગ તો હોય જ છે પરંતુ આહારના ગ્રહણમાં પણ તીવ્ર ચાહુના રાખે નહિ, લાભ-અલાભ, સરસ-નીરસમાં સમભાવ રાખે તો ઉત્તમ શૌચધર્મ હોય છે. વળી જીવનલોભ, આરોગ્ય રાખવાનો લોભ, ઇન્દ્રિયો તાજી રાખવાનો લોભ તથા ઉપભોગનો લોભ એ પ્રમાણે લોભની ચાર પ્રકારથી પ્રવૃત્તિ છે, તે ચારેને પોતાસંબંધી તથા પોતાના સ્વજન-મિત્રાદિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #265
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા સંબંધી એમ બંને માટે ઇચ્છે ત્યારે તેની (લોભની) આઠ ભેદરૂપ પ્રવૃત્તિ થાય છે. જ્યાં આ પ્રમાણે બધોય લોભ ન હોય ત્યાં ઉત્તમ શૌચધર્મ હોય છે.
હવે ઉત્તમ સત્યધર્મ કહે છે :जिणवयणमेव भासदि तं पालेदुं असक्कमाणो वि। ववहारेण वि अलियं ण वददि जो सच्चवाई सो।। ३९८ ।। जिनवचनं एव भाषते तत् पालयितुं अशक्यमानः अपि। व्यवहारेण अपि अलीकं न वदति यः सत्यवादी सः।। ३९८ ।।
અર્થ:- જે મુનિ જિનસૂત્ર-અનુકૂળ જ વચન કહે, વળી તેમાં જે આચારાદિ કહ્યા છે તે પાલન કરવામાં પોતે અસમર્થ હોય તોપણ અન્ય પ્રકારથી ન કહે, વ્યવહારથી પણ અલીક એટલે અસત્ય ન કહે તે મુનિ સત્યવાદી છે અને તેને જ ઉત્તમ સત્યધર્મ હોય છે.
ભાવાર્થ- જૈનસિદ્ધાન્તમાં આચારાદિકનું જેવું સ્વરૂપ કહ્યું હોય તેવું જ કહે પણ એમ નહિ કે પોતાથી ન પાલન કરી શકાય એટલે તેને અન્યપ્રકારથી કહે-જેમ છે તેમ ન કહે, પોતાનું માનભંગ થાય તેથી જેમ તેમ કહે. વળી વ્યવહાર જે ભોજનાદિ વ્યાપાર તથા પૂજાપ્રભાવનાદિ વ્યવહાર તેમાં પણ જિનસૂત્ર અનુસાર વચન કર્યું પણ પોતાની ઇચ્છાનુસાર જેમ તેમ ન કહે. અહીં દસ પ્રકારથી સત્યનું વર્ણન છે-નામસત્ય, રૂપસત્ય, સ્થાપનાસત્ય, પ્રતીતિસત્ય, સંવૃતિસત્ય, સંયોજના સત્ય, જનપદસત્ય, દેશસત્ય, ભાવસત્ય તથા સમયસત્ય. હવે મુનિજનોનો મુનિજનની તથા શ્રાવકની સાથે વચનાલાપરૂપ વ્યવહાર છે ત્યાં ઘણો વચનાલાપ થાય તોપણ સૂત્રસિદ્ધાન્તાનુસાર આ દસ પ્રકારથી સત્યરૂપ વચનની પ્રવૃત્તિ હોય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #266
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ૨૩૯ ૧. ગુણ વિના પણ વક્તાની ઇચ્છાથી કોઈ વસ્તુનું નામ સંજ્ઞા કરવામાં આવે તે નામસત્ય છે.
૨. રૂપમાત્રથી કહેવામાં આવે અર્થાત્ ચિત્રમાં જેમ કોઈનું રૂપ આલેખી કહેવામાં આવે કે “આ સફેદ વર્ણવાળો ફલાણો પુરુષ છે' તે રૂપસત્ય છે.
૩. કોઈ પ્રયોજન અર્થે કોઈની મૂર્તિ સ્થાપી કહેવામાં આવે તે સ્થાપનાસત્ય છે.
૪. કોઈ પ્રતીતિના અર્થે આશ્રયપૂર્વક કહેવામાં આવે તે પ્રતીતિસત્ય છે. જેમ “તાલ” એવું પરિમાણ વિશેષ છે, તેના આશ્રયથી કહેવામાં આવે કે “આ તાલપુરુષ છે', અથવા લાંબા કહે તો નાનાની પ્રતીતિ (આશ્રય) કરીને કહે.
૫. લોકવ્યવહારના આશ્રયથી કહે તે સંવૃતિસત્ય છે. જેમ કમળની ઉત્પત્તિનાં અનેક કારણો છે તોપણ તે પંકમાં થયું છે માટે પંકજ કહીએ છીએ.
- ૬, વસ્તુને અનુક્રમે સ્થાપવાનું વચન કહે તે સંયોજના સત્ય છે. જેમ દશલક્ષણનું મંડલ કરે તેમાં અનુક્રમપૂર્વક ચૂર્ણના કોઠા કરે અને કહે કે આ ઉત્તમ ક્ષમાનો (કોઠો) છે, ઇત્યાદિ જોડરૂપ નામ કહે, અથવા બીજું દષ્ટાન્ત: જેમ ઝવેરી મોતીની લટો કરે તેમાં મોતીઓની સંજ્ઞા સ્થાપી લીધી છે એટલે જ્યાં જવું જોઈએ તે જ અનુક્રમથી મોતી પરોવે.
૭. જે દેશમાં જેવી ભાષા હોય તે કહેવી તે જનપદસત્ય છે.
૮. ગામ-નગરાદિનું ઉપદેશક વચન તે દેશસત્ય છે. જેમ ચોતરફ વાડ હોય તેને ગામ કહે છે.
૯. છાસ્થના જ્ઞાનથી અગોચર અને સંયમાદિક પાલન અર્થે જે વચન બોલાય તે ભાવસત્ય છે. જેમ કોઈ વસ્તુમાં છબસ્થના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #267
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૦]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા જ્ઞાનથી અગોચર જીવ હોય તો પણ પોતાની દૃષ્ટિમાં જીવ નહિ દેખવાથી આગમઅનુસાર કહે કે “આ પ્રાસુક છે'.
૧૦. આગમગોચર વસ્તુને આગમનાં વચનાનુસાર કહેવી તે સમયસત્ય છે. જેમ પલ્ય-સાગર ઇત્યાદિ કહેવા.
આ દસ પ્રકારનાં સત્યનું કથન ગોમ્મદસારમાં પણ છે. ત્યાં સાત નામ તો આમાં છે તે જ છે તથા ત્રણ નામ-દેશ, સંયોજના અને સમયની જગ્યાએ ત્યાં સંભાવના, વ્યવહાર અને ઉપમા એમ છે, અને ઉદાહરણ અન્ય પ્રકારથી છે. એ વિવક્ષાનો ભેદ સમજવો, તેમાં વિરોધ નથી. એ પ્રમાણે જિનસૂત્રાનુસાર સત્યવચનની પ્રવૃત્તિ કરે તેને (ઉત્તમ) સત્યધર્મ હોય છે.
હવે ઉત્તમ સંયમધર્મ કહે છે :जो जीवरक्खणपरो गमणागमणादिसव्वकज्जेसु। तणछेदं पि ण इच्छदि संजमधम्मो हवे तस्स।। ३९९ ।।
यः जीवरक्षणपर: गमनागमनादिसर्वकार्येषु। तृणच्छेदं अपि न इच्छति संयमधर्मः भवेत् तस्य।। ३९९ ।।
અર્થ- જે મુનિ, જીવોની રક્ષામાં તત્પર વર્તતો થકો, ગમનાગમન આદિ સર્વ કાર્યોમાં તૃણનો છેદમાત્ર પણ ન ઈચ્છે, ન કરે તે મુનિને ઉત્તમ સંયમધર્મ હોય છે.
१ जणवदसम्मदिठवणाणामे रूवे पडुच्चववहारे। संभावणे य भावे उवमाए दसविहं सच्चं।।
(ગો, જીવ ગા) ૨૨૨) અર્થ:- જનપદમાં, સંવૃતિ વા સમ્મતિમાં, સ્થાપનામાં, નામનાં, રૂપમાં પ્રતીત્યમાં,
વ્યવહારમાં, સંભાવનામાં, ભાવમાં ઉપમામાં એવા દસ સ્થાનોમાં દસ પ્રકારથી સત્ય જાણવાં. (આ દસ સત્યની વિશેષ વ્યાખ્યા માટે જુઓ ગો.જી.ગા. રર૩-૨૨૪ની ટીકા)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #268
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ૨૪૧ ભાવાર્થ- સંયમ બે પ્રકારનો કહ્યો છે : ઇન્દ્રિય મનને વશ કરવું તથા છ કાયના જીવોની રક્ષા કરવી. મુનિને આહારવિહારાદિ કરવામાં ગમન-આગમનાદિ કામ કરવું પડે છે પણ તે કાર્યો કરતાં એવા પરિણામ રહ્યા કરે કે “હું તૃણમાત્રનો પણ છેદ ન કરું, મારા નિમિત્તે કોઈનું અહિત ન થાઓ'. એવા યત્નરૂપ પ્રવર્તે છે, જીવદયામાં જ તત્પર રહે છે. અન્ય ગ્રંથોમાં સંયમનું વિશેષ વર્ણન કર્યું છે તે અહીં ટીકાકાર સંક્ષેપમાં કહે છે :
સંયમ બે પ્રકારનો છે: એક ઉપેક્ષાસંયમ તથા બીજો અપહતસંયમ. ત્યાં જે સ્વભાવથી જ રાગદ્વેષને છોડી મુસિધર્મમાં કાર્યોત્સર્ગ-ધ્યાનપૂર્વક રહે તેને ઉપેક્ષાસંયમ કહે છે. “ઉપેક્ષા નામ ઉદાસીનતા વા વીતરાગતાનું છે. બીજા અપહૃતસંયમના ત્રણ ભેદ છેઃ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. ત્યાં ચાલતાં-બેસતાં જો જીવ દેખાય તો તેને ટાળીને જાય પણ જીવને સરકારે નહિ તે ઉત્કૃષ્ટ છે, કોમળ મોરપીંછીથી જીવને સરકાવે તે મધ્યમ છે તથા અન્ય તૃણાદિકથી સરકારે તે જઘન્ય છે. અહીં અપહૃતસંયમીને પાંચ સમિતિનો ઉપદેશ છે. ત્યાં આહારવિહાર અર્થે ગમન કરે તો પ્રાસુકમાર્ગ જોઈ જુડાપ્રમાણ (ચાર હાથ) ભૂમિને જોઈ મંદ મંદ અતિ યત્નાચારપૂર્વક ગમન કરે તે ઈર્યાસમિતિ છે; ધર્મોપદેશાદિ અર્થે વચન કહે તો હિતરૂપ, મર્યાદાપૂર્વક અને સંદેહરહિત સ્પષ્ટ અક્ષરરૂપ વચન કહે, અતિ પ્રલાપાદિ વચનના દોષરહિત બોલે તે ભાષાસમિતિ છે; કાયાની સ્થિતિ અર્થે આહાર કરે, તે પણ મનવચન-કાય- કૃત-કારિત-અનુમોદના દોષ જેમાં ન લાગે એવો, પરનો આપેલો છે, છેતાળીસ દોષ, બત્રીસ અંતરાય અને ચૌદ મળદોષ રહિત, પોતાના કરપાત્રમાં ઊભા ઊભા, અતિ યત્નપૂર્વક શુદ્ધઆહાર કરે તે એષણાસમિતિ છે; અતિ યત્નાચાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #269
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨]
સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા પૂર્વક ભૂમિને જોઈ ધર્મનાં ઉપકરણો ઉઠાવવાં મૂકવા તે આદાનનિક્ષેપણ સમિતિ છે; ત્ર-સ્થાવરજીવોને જોઈ–ટાળી યત્નપૂર્વક શરીરનાં મળ-મૂત્રાદિને ક્ષેપવાં (નાખવા- દાટવાં) તે પ્રતિષ્ઠાપના સમિતિ છે. એ પ્રમાણે પાંચ સમિતિ પાલન કરે તેનાથી સંયમ પળાય છે. (સિદ્ધાન્તમાં) એમ કહ્યું છે કે- જો યત્નાચારપૂર્વક પ્રવર્તે છે તો તેનાથી બાહ્ય જીવોને બાધા થાય તો પણ તેને બંધ નથી તથા યત્નાચારરહિત પ્રવર્તે છે તેને બાહ્ય જીવ મરો વા ન મરો પણ બંધ અવશ્ય થાય છે.
વળી અપહતસંયમના પાલન અર્થે આઠ શુદ્ધિઓનો ઉપદેશ છે. ૧. ભાવશુદ્ધિ, ૨. કાયશુદ્ધિ, ૩. વિનયશુદ્ધિ, ૪. ઈર્યાપકશુદ્ધિ, ૫. ભિક્ષાશુદ્ધિ, ૬. પ્રતિષ્ઠાપનાશુદ્ધિ, ૭. શયનાસનશુદ્ધિ તથા ૮. વાકયશુદ્ધિ. તેમાં ભાવશુદ્ધિ તો કર્મના ક્ષયોપશમ જનિત છે, એ વિના આચાર પ્રગટ થતો નથી; જેમ શુદ્ધ ઉજ્જવળ ભીંત ઉપર ચિત્ર શોભાયમાન દેખાય છે તેમ. વળી દિગમ્બરરૂપ, સર્વવિકારો રહિત, યત્નરૂપ પ્રવૃત્તિ છે જેમાં એવી, શાન્ત મુદ્રાને જોઈ અન્યને ભય ન ઊપજે અને પોતે પણ નિર્ભય રહે એવી કાર્યશુદ્ધિ છે.
જ્યાં અરહંતાદિમાં ભક્તિ તથા ગુરુજનને અનુકૂળ રહેવું એવી વિનયશુદ્ધિ છે. જીવોનાં સર્વ સ્થાન મુનિ જાણે છે તેથી પોતાના જ્ઞાન દ્વારા સૂર્યના ઉદ્યોતથી નેત્રઇન્દ્રિય વડે માર્ગમાં અતિ યત્નપૂર્વક જોઈને ચાલવું તે ઈર્યાપથશુદ્ધિ છે. ભોજન માટે જતા પહેલાં પોતાના મળમૂત્રની બાધાને પરખે, પોતાના અંગનું બરાબર પ્રતિલેખન કરે, આચારસૂત્રમાં કહ્યા પ્રમાણે દેશ-કાળસ્વભાવનો વિચાર કરે, આટલી જગ્યાએ આહાર માટે પ્રવેશ કરે નહિ-જ્યાં ગીત નૃત્ય વાજિંત્ર વડે જેની આજીવિકા હોય તેના ઘેર જાય નહિ, જ્યાં પ્રસૂતિ થઈ હોય ત્યાં જાય નહિ, જ્યાં મૃત્યુ થયું હોય ત્યાં જાય નહિ, વેશ્યાના ઘરે જાય નહિ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #270
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા].
[૨૪૩ જ્યાં પાપકર્મ-હિંસાકર્મ થતું હોય ત્યાં જાય નહિ, દીનના ઘરે, અનાથના ઘરે, દાનશાળામાં, યજ્ઞશાળામાં, યજ્ઞપૂજનશાળામાં તથા વિવાહાદિ મંગળ જ્યાં હોય તેના ઘરે આહાર અર્થે જાય નહિ, ધનવાનને ત્યાં જવું કે નિર્ધનને ત્યાં જવું એમ વિચારે નહિ, લોકનિંધ કુળના ઘરે જાય નહિ, દીનવૃત્તિ કરે નહિ, આગમમાં કહ્યા પ્રમાણે દોષ-અંતરાય ટાળી નિર્દોષ પ્રાસુક આહાર લે તે ભિક્ષાશુદ્ધિ છે. ત્યાં લાભ-અલાભ, સરસ-નીરસમાં સમાનબુદ્ધિ રાખે. એવી ભિક્ષા પાંચ પ્રકારની કહી છે. ૧. ગોચરી, ૨. અક્ષમ્રક્ષણ, ૩. ઉદાગ્નિપ્રશમન, ૪. ભ્રમરાહાર, ૫. ગર્તપૂરણ. ત્યાં ગાયની માફક દાતારની સંપદાદિ તરફ નહિ જોતાં જેવો પ્રાપ્ત થયો તેવો આહાર લેવામાં જ ચિત્ત રાખે તે ગોચરીવૃત્તિ છે, જેમ ગાડીને વાંગિ (ઊંજણ કરી) ગામ પહોંચાડે તેમ સંયમની સાધક કાયાને નિર્દોષ આહાર આપી સંયમ સાધે તે અક્ષમ્રક્ષણવૃત્તિ છે. અગ્નિ લાગી હોય તેને જેવા તેવા પાણીથી બુઝાવી ઘરને બચાવે તેમ ક્ષુધાઅગ્નિને સરસ-નીરસ આહારથી બુઝાવી પોતાના પરિણામ ઉજ્જવલ રાખે તે ઉદરાગ્નિપ્રશમનવૃત્તિ છે. ભમરો જેમ ફૂલને બાધા ન પહોંચે અને વાસના લે તેમ મુનિ દાતારને બાધા પહોંચાડ્યા સિવાય આહાર લે તે ભ્રમરાહારવૃત્તિ છે. તથા જેમ ગર્તને એટલે ખાડાને જેમ તેમ ભરતી કરી ભરી દેવામાં આવે તેમ મુનિ સ્વાદ- બેસ્વાદ આહારથી ઉદરને ભરે તે ગર્તપૂરણવૃત્તિ છે.-એ પ્રમાણે ભિક્ષાશુદ્ધિ છે. જીવોને જોઈ યત્નપૂર્વક મળ-મૂત્રશ્લે ખ-થુંક વગેરે ક્ષે પણ કરે તે પ્રતિષ્ઠાપનાશુદ્ધિ છે. જ્યાં સ્ત્રી, દુષ્ટ જીવ, નપુંસક, ચોર, મધપાની એ જીવવધ કરવાવાળા નીચ મનુષ્યો વસતા હોય ત્યાં (મુનિ ) ન વસે તે શયનાસનશુદ્ધિ છે; વળી શૃંગાર, વિકારી આભૂષણ, સુંદર વેષ ધારનારી એવી વેશ્યાદિકની જ્યાં કીડા હોય, સુંદર ગીત, નૃત્ય, વાજિંત્ર જ્યાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #271
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા થતાં હોય, જ્યાં વિકારના કારણરૂપ નગ્ન ગુહ્યપ્રદેશ જેમાં દેખાય એવાં ચિત્ર હોય, જ્યાં હાસ્ય-મહોત્સવ, ઘોડા આદિને શિક્ષા આપવાનું સ્થાન હોય, વ્યાયામભૂમિ હોય તથા જેનાથી ક્રોધાદિક ઊપજી આવે એવા ઠેકાણે મુનિ ન વસે તે પણ શયનાસનશુદ્ધિ છે; જ્યાં સુધી કાર્યોત્સર્ગપૂર્વક ઊભા રહેવાની શક્તિ હોય ત્યાં સુધી સ્વરૂપમાં લીન બની ઊભા રહે પછી બેસે તથા કોઈ વેળા ખેદ મટાડવા માટે અલ્પ કાળ સૂવે (તે પણ શયનાસનશુદ્ધિ છે). જ્યાં આરંભની પ્રેરણા રહિત વચન પ્રવર્તે પણ યુદ્ધ-કામ-કર્કશ-પ્રલાપ-પૈશૂન્ય-કઠોર-પરપીડાકારક વચન ન પ્રવર્ત, અનેક વિકથારૂપ વચન ન પ્રવર્તે, જેમાં વ્રત-શીલનો ઉપદેશ હોય, પોતાનું તથા પરનું જેથી હિત થાય એવાં મીઠાં-મનોહરવૈરાગ્ય હેતુરૂપ, સ્વાત્મપ્રસંશા અને પરનિંદા રહિત સંયમીને યોગ્ય વચન પ્રવર્તે તે વાકયશુદ્ધિ છે. એ પ્રમાણે સંયમધર્મ છે. સંયમના પાંચ ભેદ કહ્યા છે. સામાયિક, છેદોપસ્થાપના, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસાપરાય અને યથાખ્યાત એવા પાંચ ભેદ છે. તેમનું વિશેષ વ્યાખ્યાન અન્ય ગ્રંથોથી જાણવું.
હવે ઉત્તમ તપધર્મ કહે છે:इहपरलोयसुहाणं णिरवेक्खो जो करेदि समभावो। विविहं कायकिलेसं तवधम्मो णिम्मलो तस्स।।४०० ।।
इहपरलोकसुखानां निरपेक्षः यः करोति समभावः। विविधं कायक्लेशं तपोधर्म: निर्मल: तस्यः।। ४००।।
અર્થ - જે મુનિ આલોક-પરલોકના સુખની અપેક્ષારહિત બની તથા સુખ- દુઃખ, શત્રુ-મિત્ર, તૃણ-કંચન, અને નિંદા-પ્રસંશાદિમાં રાગદ્વેષરહિત સમભાવી થઈ અનેક પ્રકારનો કાયક્લેશ કરે છે તે મુનિને નિર્મલ અર્થાત્ ઉત્તમ તપધર્મ હોય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #272
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
| [ ૨૪૫ ભાવાર્થ- ચારિત્ર અર્થે જે ઉધમ અને ઉપયોગ કરે તેને તપ કહ્યું છે. ત્યાં તે કાયક્લેશ સહિત જ હોય છે, તેથી આત્મામાં વિભાવપરિણતિના સંસ્કાર થાય છે, તેને મટાડવાનો તે ઉદ્યમ કરે છે. પોતાના શુદ્ધસ્વરૂપ ઉપયોગને ચારિત્રમાં થંભાવે છે તે ઘણા જોરથી થંભે છે; એ જોર કરવું એ જ તપ છે. તે બાહ્ય-અભ્યતર ભેદથી બાર પ્રકારનું કહ્યું છે. તેનું વર્ણન આગળ ચૂલિકામાં કરવામાં આવશે. એ પ્રમાણે ઉત્તમ તપધર્મનું વર્ણન કર્યું. - હવે ઉત્તમ ત્યાગધર્મ કહે છે:जो चयदि मिट्ठभोजु उवयरणं रायदोससंजणयं। वसदिं ममत्तहेदूं चयगुणो सो हवे तस्स।। ४०१।।
यः त्यजति मिष्टभोज्यं उपकरणं रागद्वेषसंजनकम्। वसतिं ममत्वहेतुकां त्यागगुणः सः भवेत् तस्य।। ४०१।।
અર્થ:- જે મુનિ મિષ્ટ ભોજન છોડે, રાગદ્વેષને ઉપજાવવાવાળાં ઉપકરણોનો ત્યાગ કરે તથા મમત્વના કારણરૂપ વસતિકાનો ત્યાગ કરે તે મુનિને (ઉત્તમ ) ત્યાગધર્મ હોય છે.
ભાવાર્થ- સંસાર-દેહ-ભોગના મમત્વનો ત્યાગ તો મુનિને પહેલેથી જ છે; અહીં તો જે વસ્તુઓનું કામ પડે છે તેને મુખ્ય કરીને કહ્યું છે. આહારથી કામ પડે છે તો ત્યાં સરસ-નીરસમાં મમત્વ કરતા નથી, પુસ્તક-પીંછી-કમંડલ એ ધર્મો પકરણોમાં જેમનાથી રાગ તીવ્ર વધે એવાં ન રાખે, જે ગૃહસ્થજનના કામમાં ન આવે તથા કોઈ મોટી વસતિ-રહેવાની જગ્યાથી કામ પડે તો
ત્યાં એવી જગ્યામાં ન રહે કે જેનાથી મમત્વ ઊપજે. એ પ્રમાણે ( ઉત્તમ) ત્યાગધર્મ કહ્યો.
હવે ઉત્તમ આકિંચ ધર્મને કહે છે:
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #273
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા तिविहेण जो विवजुदि चेयणमियरं च सव्वहा संग। लोयववहारविरदो णिग्गंथत्तं हवे तस्स।। ४०२।। त्रिविधेन यः वर्जयति चेतनं इतरं च सर्वथा सङ्गम्। लोकव्यवहारविरत: निर्ग्रन्थत्वं भवेत् तस्य।। ४०२।।
અર્થ - જે મુનિ મનવચનકાય-કૃતકારિતઅનુમોદના પૂર્વક સર્વ ચેતન- અચેતન પરિગ્રહનો સર્વથા ત્યાગ કરે છે-કેવો થતો થકો? લોકવ્યવહારથી વિરક્ત થતો થકો ત્યાગ કરે છે તે મુનિને નિગ્રંથપણું હોય છે.
ભાવાર્થ- મુનિ અન્ય પરિગ્રહ તો છોડ જ છે પરંતુ મુનિપણામાં યોગ્ય એવા ચેતન તો શિષ્ય-સંઘ તથા અચેતન પુસ્તકપીંછી-કમંડલ-આદિ ધર્મોપકરણ અને આહાર-વસતિકા-દેહ એમનાથી સર્વથા મમત્વ ત્યાગ કરે. એવો વિચાર કરે કે “હું તો એક આત્મા જ છું અને મારું કાંઈ પણ નથી, હું અકિંચન છું –એવું નિર્મમત્વ થાય તેને (ઉત્તમ) આકિંચન્ય ધર્મ હોય છે.
હવે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ કહે છે:जो परिहरेदि संगं महिलाणं णेव पस्सदे रूवं। कामकहादिणियत्तो णवहा बंभं हवे तस्स।। ४०३।। यः परिहरति संगं महिलानां नैव पश्यति रूपम्। कामकथादिनिवृत्तः नवधा ब्रह्म भवेत् तस्य।। ४०३।।
અર્થ:- જે મુનિ સ્ત્રીઓની સંગતિ ન કરે, તેમના રૂપને ન નીરખે, કામની કથા તથા “આદિ' શબ્દથી તેના સ્મરણાદિથી રહિત હોય, એ પ્રમાણે મન-વચન- કાય, કૃત-કારિત, અનુમોદના એમ નવ પ્રકારથી તેનો ત્યાગ કરે, તે મુનિને ઉત્તમ બ્રહ્મચર્યધર્મ હોય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #274
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[૨૪૭
ભાવાર્થ:- અહીં એમ પણ જાણવું કે–‘બ્રહ્મ' નામ આત્મા છે, તેમાં લીન થાય તે બ્રહ્મચર્ય છે. પદ્રવ્યમાં આત્મા લીન થાય તેમાં સ્ત્રીમાં લીન થવું પ્રધાન છે, કારણ કે કામ મનમાં ઉત્પન્ન થાય છે એટલે અન્ય કષાયોથી પણ એ પ્રધાન છે, અને એ કામનું આલંબન સ્ત્રી છે એટલે તેનો સંસર્ગ છોડી મુનિ પોતાના સ્વરૂપમાં લીન થાય છે. તેની સંગતિ કરવી, રૂપ નીરખવું, તેની કથા કરવી, સ્મરણ કરવુંએ સર્વ છોડે તેને બ્રહ્મચર્ય હોય છે. અહીં (સંસ્કૃત ) ટીકામાં શીલના અઢાર હજાર ભેદ આ પ્રમાણે લખ્યા છેઃ
અચેતન સ્ત્રી-કાષ્ઠ, પાષાણ અને લેપકૃત છે. તેને મનવચન-કાય તથા કૃત-કારિત-અનુમોદના એ છએ ગુણતાં અઢાર ભેદ થયા, તેને પાંચ ઇન્દ્રિયોથી ગુણતાં નેવું ભેદ થયા, તેને દ્રવ્ય અને ભાવથી ગુણતાં એકસો એંશી ભેદ થયા, તેને ક્રોધ-માન-માયા-લોભ એ ચારેથી ગુણતાં સાતસો વીસ ભેદ થયા. (એ પ્રમાણે અચેતન સ્ત્રી-નૈમિત્તિક કુશીલ સાતસો વીસ ભેદે થયું. ) તથા:
ચેતન સ્ત્રી–દેવાંગના, મનુષ્યણી અને તિર્યંચણી. એ ત્રણને કૃત-કારિત અનુમોદનાથી ગુણતાં નવ ભેદ થયા, તેને મનવચન-કાયા એ ત્રણથી ગુણતાં સત્તાવીશ ભેદ થયા. તેને પાંચ ઇન્દ્રિયોથી ગુણતાં એકસો પાંત્રીસ ભેદ થયા, તેને દ્રવ્ય અને ભાવથી ગુણતાં બસો સીત્તેર થયા, તેને આહાર-ભય-મૈથુનપરિગ્રહ એ ચાર સંજ્ઞાથી ગુણતાં એક હજાર એંશી ભેદ થયા, તેને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી અને સંજ્વલનરૂપ ક્રોધ-માન-માયા- લોભરૂપ સોળ કષાયોથી ગુણતાં સત્તર હજાર બસો એંશી ભેદ થયા, તેમાં ઉપરના અચેતનસ્ત્રીનૈમિત્તિક સાતસો વીસ મેળવતાં કુશીલના ૧૮૦૦૦ અઢાર હજાર ભેદ થાય છે. વળી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #275
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા એ ભેદોને અન્ય પ્રકારથી પણ કહ્યા છે તે અન્ય ગ્રંથોથી જાણવા. એ બધા આત્માના પરિણામવિકારના ભેદ છે. તે બધાને છોડી જ્યારે આત્મા પોતાના સ્વરૂપમાં રમણ કરે ત્યારે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ હોય છે.
હવે શીલવાનનું માહભ્ય કહે છેजो णवि जादि वियारं तरुणियणकडक्खबाणविद्धो वि। सो चेव सूरसूरो रणसूरो णो हवे सूरो।। ४०४।। यः न अपि याति विकारं तरुणीजनकटाक्षबाणविद्धः अपि। सः एव शूरशूर: रणशूरः न भवेत् शूरः।। ४०४।।
અર્થ:- જે પુરુષ, સ્ત્રીજનના કટાક્ષરૂપ બાણોથી વિંધાયો છતાં પણ, વિકારને પ્રાપ્ત થતો નથી તે શૂરવીરોમાં પ્રધાન છે, પરંતુ જે રણસંગ્રામમાં શૂરવીર છે તે ખરેખર) શૂરવીર નથી.
ભાવાર્થ:- યુદ્ધમાં સામી છાતીએ મરવાવાળા શૂરવીર તો ઘણા છે પણ જે સ્ત્રીવશ ન બની બ્રહ્મચર્યવ્રત પાલન કરે છે એવા વિરલા છે, એ જ ઘણા સાહસી- શૂરવીર અને કામને
૧. અશુભ મન-વચન-કાયને શુભ મન-વચન-કાયથી હણવા એ રીતે શીલના
નવ ભેદ થયા. એ નવને અહાર, ભય, મૈથુન ને પરિગ્રહરૂપ ચાર સંજ્ઞાઓથી ગુણતાં ૩૬ ભેદ થયા. એ છત્રીસને પાંચ ઇન્દ્રિઓના જયથી ગુણતાં ૧૮૦ ભેદ થયા. એ ૧૮૦ ને પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઈન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય, અને અસંજ્ઞી પંચેન્દ્રિય એ દશ ભેદથી ગુણતાં ૧૮OO ભેદ થયા. તેને ઉત્તમક્ષમાદિ દશધર્મ ગુણતાં ૧૮OOO ભેદ થયા.
પટ્ટાભતાદિસંગ્રહ પૃષ્ઠ-૨૬૭
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #276
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૪૯
જીતવાવાળા ખરા સુભટ છે. એ પ્રમાણે દસ પ્રકારથી યતિધર્મનું વ્યાખ્યાન કર્યું.
હવે તેને સંકોચે છે:
एसो दहप्पयारो धम्मो दहलक्खणो हवे णियमा । अण्णो ण हवदि धम्मो हिंसा सुहुमा वि जत्थत्थि ।। ४०५ ।।
एषः दशप्रकार: धर्म: दशलक्षणः भवेत् नियमात् । अन्य: न भवति धर्म: हिंसा सूक्ष्मा अपि यत्र अस्ति ।। ४०५ ।।
અર્થ:- આ દસ પ્રકારરૂપ ધર્મ છે તે જ નિયમથી દશલક્ષણસ્વરૂપ ધર્મ છે, પરંતુ બીજા કે જ્યાં સૂક્ષ્મ પણ હિંસા હોય તે ધર્મ નથી.
ભાવાર્થ:- જ્યાં હિંસા કરી તેમાં કોઈ અન્યમતી ધર્મ સ્થાપન કરે તેને ધર્મ કહી શકાય નહિ; આ દશલક્ષણસ્વરૂપ ધર્મ કહ્યો તે જ નિયમથી ધર્મ છે.
આ ગાથામાં કહ્યું કે-જ્યાં સૂક્ષ્મ પણ હિંસા હોય ત્યાં ધર્મ
નથી.
હવે એ જ અર્થને સ્પષ્ટતાપૂર્વક કહે છે:हिंसारंभो ण सुहो देवणिमित्तं गुरूण कज्जेसु । हिंसा पावं ति मदो दयापहाणो जदो धम्मो ।। ४०६ ।।
हिंसारम्भः न शुभ: देवनिमित्तं गुरूणां कार्येषु ।
हिंसा पापं इति मतंः दयाप्रधानः यतः धर्मः ।। ४०६ ।।
અર્થ:- ‘હિંસા થાય તે પાપ છે તથા જેમાં દયાપ્રધાન છે તે
,
ધર્મ છે' એમ કહ્યું છે માટે દેવના અર્થે વા ગુરુકાર્યને અર્થે હિંસાઆરંભ કરવાં તે શુભ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #277
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦].
( [ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા ભાવાર્થ- અન્યમતી હિંસામાં ધર્મ સ્થાપન કરે છે. મીમાંસક તો યજ્ઞ કરે છે તેમાં પશુઓને હોમી તેનું શુભ ફળ બતાવે છે; દેવી-ભૈરવના ઉપાસકો બકરાં વગેરે મારી દેવીભૈરવને ચઢાવે છે અને તેનું શુભ ફળ માને છે; બૌદ્ધમતી હિંસા કરી માંસાદિકના આહારને શુભ કહે છે તથા શ્વેતામ્બરોનાં કેટલાંક સૂત્રોમાં એમ કહ્યું છે કે- “દેવ-ગુરુ-ધર્મના માટે ચક્રવર્તીની સેનાને પીલી નાખવી; જે સાધુ આ પ્રમાણે નથી કરતો તે અનંતસંસારી થાય છે. વળી કોઈ ઠેકાણે મધ-માંસનો આહાર પણ તેમાં લખ્યો છે. એ સર્વનો આ ગાથાથી નિષેધ કર્યો છે એમ સમજવું. જે દેવ- ગુરુના કાર્ય માટે પણ હિંસાનો આરંભ કરે છે તે શુભ નથી, ધર્મ તો દયાપ્રધાન જ છે.
વળી આ પ્રમાણે પણ સમજવું કે પૂજા, પ્રતિષ્ઠા, ચૈત્યાલયનું નિર્માપન, સંઘ-યાત્રા તથા વસતિકાનું નિર્માપન આદિ ગૃહસ્થનાં કાર્યો છે, તેને પણ મુનિ પોતે ન કરે, ન કરાવે, ન અનુમોદે; કારણ કે તે ગૃહસ્થોનો ધર્મ છે. તેમનું વિધાન સૂત્રમાં લખ્યું હોય તેમ ગૃહસ્થ કરે. ગૃહસ્થ મુનિને આ સંબંધી પ્રશ્ન કરે તો મુનિ આમ કહે કે “જિનસિદ્ધાન્તમાં ગૃહસ્થનો ધર્મ પૂજા-પ્રતિષ્ઠાદિ લખ્યો છે તેમ કરો.' આ પ્રમાણે કહેવામાં હિંસાનો દોષ તો ગૃહસ્થને જ છે, માત્ર એ શ્રદ્ધાન-ભક્તિધર્મની પ્રધાનતા તેમાં જે થઈ, એ સંબંધી જે પુણ્ય થયું. તેના સીરી ( ભાગીદાર) મુનિ પણ છે, પરંતુ હિંસા તો ગૃહસ્થની છે, તેના સીરી (ભાગીદાર) નથી. વળી ગૃહસ્થ પણ જો હિંસા કરવાનો અભિપ્રાય કરે તો તે અશુભ જ છે. પૂજા-પ્રતિષ્ઠા યત્નપૂર્વક કરે છે તે કાર્યમાં ગૃહસ્થને હિંસા થાય તો તે કેમ ટળે? તેનું સમાધાન આ છે કે સિદ્ધાન્તમાં આમ પણ કહ્યું છે કે અલ્પ અપરાધ લાગતાં પણ જો ઘણું પુણ્ય થતું હોય તો એવું કાર્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #278
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ૨૫૧ ગૃહસ્થ કરવું યોગ્ય છે. ગૃહસ્થ તો જેમાં નફો જાણે તે કાર્ય કરે; જેમ થોડું દ્રવ્ય આપતાં પણ જો ઘણું દ્રવ્ય આવતું હોય તો તે કાર્ય કરે છે. પણ મુનિને એવાં કાર્ય હોતાં નથી. તેને તો સર્વથા યત્નપૂર્વક જ પ્રવર્તવું યોગ્ય છે એમ સમજવું.
देवगुरूण णिमित्तं हिंसारंभो वि होदि जदि धम्मो। हिंसारहिदो धम्मो इदि जिणवयणं हवे अलियं ।। ४०७।।
देवगुर्वो: निमित्तं हिंसारम्भः अपि भवति यदि धर्मः। हिंसारहित: धर्म: इति जिनवचनं भवेत् अलीकम्।।४०७।।
અર્થ:- દેવગુરુના અર્થે હિંસાનો આરંભ પણ જો યતિનો ધર્મ હોય તો જિનભગવાનનાં એવાં વચન છે કે “ધર્મ હિંસા રહિત છે” એ વચન જૂઠ ઠરે.
ભાવાર્થ- ભગવાને ધર્મ તો હિંસા રહિત કહ્યો છે માટે દેવગુરુના કાર્ય અર્થે પણ મુનિ હિંસાનો આરંભ ન કરે, શ્વેતામ્બર કહે છે તે મિથ્યા છે.
હવે ધર્મનું દુર્લભપણું દર્શાવે છે:इदि एसो जिणधम्मो अलद्धपुव्वो अणाइकाले वि। मिछत्तसंजुदाणं जीवाणं लद्धिहीणाणं ।। ४०८।।
इति एषः जिनधर्म: अलब्धपूर्वः अनादिकाले अपि। मिथ्यात्वसंयुतानां जीवानां लब्धिहीनानाम्।। ४०८ ।।
અર્થ:- એ પ્રમાણે જે જીવ અનાદિકાળથી મિથ્યાત્વસંયુક્ત છે, જેને કાળાદિ લબ્ધિ પ્રાપ્ત થઈ નથી, તેને આ જિનેશ્વરદેવનો ધર્મ અલબ્ધપૂર્વ છે અર્થાત્ પૂર્વે કદી પણ તે પામ્યો નથી.
ભાવાર્થ- જીવોને અનાદિકાળથી મિથ્યાત્વની અલટ (ગાંઠ) એવી છે કે તેને જીવ-અજીવાદિ તત્ત્વાર્થોનું શ્રદ્ધાન કદી પણ થયું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #279
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા નથી અને તત્ત્વાર્થશ્રદ્ધાન વિના અહિંસાધર્મની પ્રાપ્તિ કયાંથી હોય?
હવે કહે છે કે-એવા અલબ્ધપૂર્વ ધર્મને પામી તેને કેવળ પુણ્યના જ આશયથી ન સેવવોઃएदे दहप्पयारा पावंकम्मस्स णासया भणिया। पुण्णस्स य संजणया पर पुण्णत्थं ण कायव्वा।। ४०९।। एते दशप्रकाराः पापकर्मण: नाशकाः भणिताः। पुण्यस्य च संजनकाः परं पुण्यार्थं न कर्त्तव्याः।। ४०९।।
અર્થ:- એ દશ પ્રકારે ધર્મના ભેદ કહ્યા તે પાપકર્મના નાશ કરવાવાળા તથા પુણ્યકર્મને ઉત્પન્ન કરવાવાળા કહ્યા, પરંતુ તેને કેવળ પુણ્યના જ અર્થ એટલે પ્રયોજનથી અંગિકાર ન કરવા.
ભાવાર્થ- શાતાવેદનીય, શુભઆયુ, શુભનામ અને શુભગોત્રને તો પુણ્યકર્મ કહે છે તથા ચાર ઘાતિકર્મ, અશાતા વેદનીય, અશુભનામ, અશુભઆયુ અને અશુભગોત્રને પાપકર્મ કહે છે. હવે અહીં આ દશલક્ષણધર્મ પાપને નાશ કરવાવાળો તથા પુણ્યને ઉપજાવવાવાળો કહ્યો; ત્યાં કેવળ પુણ્ય ઉપજાવવાનો અભિપ્રાય રાખી તેને ન સેવવો, કારણ કે પુણ્ય પણ બંધ જ છે. અને આ ધર્મ તો પાપ જે ઘાતિકર્મ છે તે નાશ કરવાવાળો છે. તથા અઘાતિમાં જે અશુભપ્રકૃતિ છે તેનો નાશ કરે છે. પુણ્યકર્મ છે તે સાંસારિક અભ્યદયને આપે છે. હવે તેનાથી (દશલક્ષણધર્મથી) વ્યવહારઅપેક્ષાએ તેનો પણ (પુણ્યનો પણ) બંધ થાય છે તો તે સ્વયમેવ જ થાય છે, પણ તેની વાંચ્છા કરવી એ તો સંસારની જ વાંચ્છા કરવા તુલ્ય છે અને એ તો નિદાન (ચોથે આર્તધ્યાન) થયું, મોક્ષના જિજ્ઞાસુને તે હોય નહિ. જેમ ખેડૂત અનાજ માટે ખેતી કરે છે, તેને ઘાસ તો સ્વયમેવ થાય છે, તેની વાંચ્છા તે શા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #280
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[૨૫૩
માટે કરે ? તેમ મોક્ષના અર્થીને એ પુણ્યબંધની વાંચ્છા કરવી યોગ્ય નથી.
पुण्णं पि जो समिच्छदि संसारो तेण ईहिदो होदि । पुण्णं सग्गइ-हेऊ पुण्णखयेणेव णिव्वाणं ।। ४९० ।।
ય:
पुण्यं अपि यः समिच्छति संसारः तेन ईहितः भवति । पुण्यं सद्गतिहेतुः पुण्यक्षयेण एव निर्वाणम्।। ४१०।।
અર્થ:- જે પુણ્યને પણ ઇચ્છે છે તે પુરુષ સંસાર ઇચ્છયો, કારણ કે પુણ્ય છે તે સુગતિના બંધનું કારણ છે અને મોક્ષ છે તે તો પુણ્યનો પણ ક્ષય કરી પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ:- પુણ્યથી સુગતિ થાય છે એટલે જેણે પુણ્ય વાંચ્છયું તેણે સંસાર જ વાંચ્છયો, કારણ કે સુગતિ છે તે પણ સંસાર જ છે; અને મોક્ષ તો પુણ્યનો પણ ક્ષય થતાં થાય છે એટલે મોક્ષાર્થીએ પુણ્યની વાંચ્છા કરવી યોગ્ય નથી.
जो अहिलसेदि पुण्णं सकसाओ विसयसोक्खताए । दूरे तस्स विसोही विसोहिमूलाणि पुष्णाणि ।। ४११ । । यः अभिलषति पुण्यं सकषायः विषयसौख्यतृष्णया। दूरे तस्य विशुद्धिः विशुद्धिमूलानि पुण्यानि । । ४११ । ।
અર્થ:- જે કષાય સહિત થતો થકો વિષયસુખની તૃષ્ણાથી પુણ્યની અભિલાષા કરે છે તેને મંદકષાયના અભાવથી વિશુદ્ધતા દૂર વર્તે છે. અને પુણ્યકર્મ છે તે તો વિશુદ્ધતા (મંદકષાય ) છે મૂળ-કારણ જેનું એવું છે.
ભાવાર્થ:- વિષયોની તૃષ્ણાથી જે પુણ્યને ઇચ્છે છે એ જ તીવ્રકષાય છે અને પુણ્યબંધ થાય છે તે તો મંદકષાયરૂપ વિશુદ્ધતાથી થાય છે, એટલે જે પુણ્યને ઇચ્છે છે તેને આગામી પુણ્યબંધ પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #281
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪]
| [સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા થતો નથી, નિદાનમાત્ર ફળ થાય તો થાય. पुण्णासए ण पुण्णं जदो णिरीहस्स पुण्णसंपत्ती। इय जाणिऊण जइणो पुण्णे वि म आयरं कुणह।। ४१२।। पुण्याशया न पुण्यं यतः निरीहस्य पुण्यसम्प्राप्तिः। इति ज्ञात्वा यतिनः पुण्ये अपि मा आदरं कुरुध्वम्।। ४१२।।
અર્થ- કારણ કે પુણ્યની વાંચ્છાથી કાંઈ પુણ્યબંધ થતો નથી પરંતુ વાંચ્છા રહિત પુરુષને પુણ્યબંધ થાય છે એટલા માટે પણ અર્થાત્ એમ જાણીને પણ હું યતીશ્વર ! તમે પુણ્યમાં પણ વાંચ્છાઆદર ન કરો !
ભાવાર્થ- અહીં મુનિજનોને ઉપદેશ્યા છે કે પુણ્યની વાંચ્છાથી પુણ્યબંધ થતો નથી, પુણ્યબંધ તો આશા મટતાં બંધાય છે. માટે પુણ્યની આશા પણ ન કરો, માત્ર પોતાના સ્વરૂપની પ્રાપ્તિની આશા કરો. पुण्णं बंधदि जीवो मंदकसाएहि परिणदो संतो। तम्हा मंदकसाया हेऊ पुण्णस्स ण हि वंछा।। ४१३।। पुण्यं बध्नाति जीवः मन्दकषायैः परिणत: सन्। तस्मात् मन्दकषायाः हेतुः पुण्यस्य न हि वांछा।। ४१३।।
અર્થ - મંદકષાયરૂપ પરિણમેલો જીવ પુણ્યને બાંધે છે, માટે પુણ્યબંધનું કારણ મંદકષાય છે, પણ વાંચ્છા પુણ્યબંધનું કારણ નથી. પુણ્યબંધ મંદકષાયથી થાય છે અને તેની (પૂણ્યબંધની) વાંચ્છા છે તે તો તીવ્રકષાય છે માટે વાંચ્છા કરવી નહિ. નિર્વાચ્છક પુરુષને પુણ્યબંધ થાય છે. લૌકિકમાં પણ કહે છે કે જે ચાહના કરે તેને કાંઈ મળતું નથી અને ચાહ વિનાનાને ઘણું મળે છે; માટે વાંચ્છાનો તો નિષેધ જ છે.
પ્રશ્ન- અધ્યાત્મગ્રંથોમાં તો પુણ્યનો નિષેધ ઘણો કર્યો છે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #282
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૫૫
અને પુરાણોમાં પુણ્યનો જ અધિકાર છે; માટે અમે તો એમ જાણીએ છીએ કે સંસારમાં પુણ્ય જ મોટી વસ્તુ છે, તેનાથી તો અહીં ઇન્દ્રિયોનાં સુખ મળે છે. મનુષ્યપર્યાય, સારી સંગતિ, ભલું શરીર અને મોક્ષસાધનના ઉપાય એનાથી મળે છે, ત્યારે પાપથી તો નરકનિગોદમાં જાય, ત્યાં મોક્ષનું સાધન પણ કયાંથી મળે? માટે એવાં પુણ્યની વાંચ્છા કેમ ન કરવી ?
સમાધાન-એ કહ્યું તે તો સાચું છે પરંતુ માત્ર ભોગના અર્થે પુણ્યની વાંચ્છાનો અત્યંત નિષેધ છે. કારણ કે ભોગના અર્થે પુણ્યની વાંચ્છા કરે છે તેને પ્રથમ તો સાતિશય પુણ્યબંધ થતો જ નથી, અહીં તપશ્ચરણાદિ કરી કાંઈક પુણ્ય બાંધી ભોગ પામે અને ત્યાં અતિ તૃષ્ણાપૂર્વક ભોગોને સેવે તો નરક-નિગોદ જ પામે, તથા બંધ-મોક્ષનું સ્વરૂપ સાધવા માટે પુણ્ય પામે તેનો તો નિષેધ છે નહિ. પુણ્યથી મોક્ષ સાધવાની સામગ્રી મળે એવો ઉપાય રાખે તો ત્યાં પરંપરાએ મોક્ષની જ વાંચ્છા થઈ-પુણ્યની વાંચ્છા ન થઈ. જેમ કોઈ પુરુષ ભોજન કરવાની વાંચ્છાથી રસોઈની સામગ્રી ભેળી કરે તેની વાંચ્છા પહેલી હોય તો તેને ભોજનની જ વાંચ્છા કહેવાય, પરંતુ ભોજનની વાંચ્છા વિના માત્ર સામગ્રીની જ વાંચ્છા કરે તો ત્યાં સામગ્રી મળવા છતાં પણ પ્રયાસમાત્ર જ થયો પણ કાંઈ ફળ તો ન થયું એમ સમજવું. પુરાણોમાં પુણ્યનો અધિકાર છે તે પણ મોક્ષના જ અર્થે છે, સંસારનો તો ત્યાં પણ નિષેધ જ છે.
હવે દશલક્ષણધર્મ છે તે દયાપ્રધાન છે અને દયા છે તે જ સમ્યક્ત્વનું મુખ્ય ચિહ્ન છે, કારણ કે સમ્યક્ત્વ છે તે જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એ તત્ત્વાર્થોનાં જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનસ્વરૂપ છે, એ હોય તો સર્વ જીવોને તે પોતા સમાન અવશ્ય જાણે, તેઓને દુઃખ થાય તો પોતાનાં દુ:ખ માફક જાણે એટલે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #283
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
તેઓની કરુણા અવશ્ય થાય.
વળી પોતાનું શુદ્ધસ્વરૂપ જાણે ત્યારે કષાયોને અપરાધરૂપદુઃખરૂપ જાણે અને તેમનાથી પોતાનો ઘાત જાણે ત્યારે કષાયભાવના અભાવને પોતાની દયા માને; એ પ્રમાણે અહિંસાને ધર્મ જાણે તથા હિંસાને અધર્મ માને અને એવું શ્રદ્ધાન, તે જ સમ્યક્ત્વ છે. તેનાં નિઃશંક્તિાદિ આઠ અંગ છે, તેને જીવદયા ઉપર જ લગાવીને અહીં કહે છે. ત્યાં
પ્રથમ નિઃશંક્તિ અંગ કહે છેઃ
किं जीवदया धम्मो जण्णे हिंसा वि होदि किं धम्मो । इचेवमादिसंका तदकरणं जाण णिस्संका।। ४१४ ।। किं जीवदया धर्मः यज्ञे हिंसा अपि भवति किं धर्मः । इत्येवमादिशंका तदकरणं ज्ञानीहि निःशंका।।४१४।।
અર્થ:- આમ વિચાર કરે કે-શું જીવદયા ધર્મ છે કે યજ્ઞમાં પશુઓનો વધ કરવારૂપ હિંસા છે તે ધર્મ છે? ઇત્યાદિ ધર્મમાં સંશય થાય તે શંકા છે અને તેવી શંકા ન કરવી તે નિઃશંક્તિ ( ગુણ ) છે.
ભાવાર્થ:- અહીં ‘આદિ' શબ્દથી એમ કહ્યું છે કેદિગમ્બર યતિનો જ મોક્ષ છે કે તાપસનો-પંચાગ્નિ આદિ તપ કરે છે. તેમનો-પણ છે ? અથવા દિગમ્બરનો જ મોક્ષ છે કે શ્વેતામ્બરનો પણ છે? અથવા કેવલી કવલાહાર કરે છે કે નથી ક૨તા ? અથવા સ્ત્રીનો મોક્ષ છે કે નહિ? અથવા જિનદેવે વસ્તુને અનેકાન્ત કહી છે તે સત્ય છે કે અસત્ય? આવી આશંકા ન કરવી તે નિઃશક્તિ-અંગ છે.
दयभावो वि य धम्मो हिंसाभावो ण भण्णदे धम्मो । इदि संदेहाभावो णिस्संका णिम्मणा होदि ।। ४९५ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #284
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૫૭ दयाभावः अपि च धर्म: हिंसाभाव: न भण्यते धर्मः। इति सन्देहाभाव निःशंका निर्मला भवति।। ४१५।।
અર્થ - નિશ્ચયથી દયાભાવ જ ધર્મ છે પણ હિંસાભાવને ધર્મ કહી શકાય નહિ આવો નિશ્ચય થતાં સંદેહનો અભાવ થાય તે જ નિર્મલ નિઃશક્તિગુણ છે.
ભાવાર્થ- અન્યમતીએ માનેલ જે વિપરીત દેવ-ધર્મ-ગુરુનો વા તત્ત્વના સ્વરૂપનો સર્વથા નિષેધ કરી જિનમતમાં કહેલું શ્રદ્ધાન કરવું તે નિઃશંક્તિગુણ છે. જ્યાં સુધી શંકા રહે ત્યાં સુધી શ્રદ્ધાન નિર્મળ થાય નહિ.
હવે નિઃકાંક્ષિતગુણ કહે છે:जो सग्गसुहणिमित्तं धम्मं णायरदि दूसहतवेहिं। मोक्खं स्त्रमीहमाणो णिक्कंक्खा जायदे तस्स।। ४१६ ।।
यः स्वर्गसुखनिमित्तं धर्मं न आचरति दुःसहतपोभिः। मोक्षं समीहमानः निःकाङ्क्षा जायते तस्य।। ४१६ ।।
અર્થ:- જે સમ્યગ્દષ્ટિ દુધર તપ કરવા છતાં પણ સ્વર્ગનાં સુખોને માટે ધર્મ આચરતો નથી તેને નિઃકાંક્ષિતગુણ હોય છે. કેવો છે તે? તે દુર્ધર તપ કરી માત્ર એક મોક્ષને જ વાંચ્યું છે.
ભાવાર્થ- જે માત્ર એક મોક્ષાભિલાષાથી જ ધર્મનું આચરણ કરે છે, દુર્ધર તપ કરે છે, પણ સ્વર્ગાદિકનાં સુખોને વાંચ્છતો નથી તેને નિઃકાંક્ષિતગુણ હોય છે.
હવે નિર્વિચિકિત્સાનુણ કહે છે:दहविहधम्मजुदाणं सहावदुग्गंधअसुइदेहेसु। जं जिंदणं ण कीरदि णिव्विदिगिंछागुणो सो हु।। ४१७।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #285
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૮] .
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા दशविधधर्मयुतानां स्वभावदुर्गन्धाशुचिदेहेषु। यत् निन्दनं न क्रियते निर्विचिकित्सागुणः सः स्फुटम्।। ४१७ ।।
અર્થ - પ્રથમ તો દેહનો સ્વભાવ જ દુર્ગધ-અશુચિમય છે અને બહારમાં સ્નાનાદિ સંસ્કારના અભાવથી વધારે અશુચિ-દુર્ગધરૂપ દેખાય છે એવા, દશ પ્રકારના યતિધર્મ સંયુક્ત, મુનિરાજના દેહને દેખીને તેમની અવજ્ઞા ન કરવી તે નિર્વિચિકિત્સાનુણ છે.
ભાવાર્થ- સમ્યગ્દષ્ટિપુરુષની દષ્ટિ મુખ્યપણે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ ગુણો ઉપર પડે છે, દેહુ તો સ્વભાવથી જ અશુચિદુર્ગધરૂપ છે, તેથી મુનિરાજના દેહુ તરફ શું દેખે? તેમના રત્નત્રય (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર) તરફ દેખે તો ગ્લાનિ શી રીતે આવે? એ ગ્લાનિ ન ઉપજાવવી તે જ નિર્વિચિકિત્સાગુણ છે. પણ જેને સમ્યકત્વગુણ પ્રધાન નથી તેની દૃષ્ટિ પહેલી દેહ ઉપર પડતાં જ તેને ગ્લાનિ ઊપજે છે, અને ત્યારે આ ગુણ તેને નથી (એમ સમજવું ).
હવે અમૂઢદષ્ટિગુણ કહે છે:भयलज्जालाहादो हिंसारंभो ण मण्णदे धम्मो। जो जिणवयणे लीणो अमूढदिट्ठी हवे सो हु।।४१८ ।। भयलज्जालाभात् हिंसारम्भः न मन्यते धर्मः। यः जिनवचने लीनः अमूढदृष्टि: भवेत् सः स्फुटम्।। ४१८ ।।
અર્થ- જે ભયથી, લજ્જાથી તથા લાભથી પણ હિંસાના આરંભને ધર્મ ન માને તે પુરુષ અમૂઢદષ્ટિગુણ સંયુક્ત છે. કેવો છે તે? જિનવચનમાં લીન છે, ભગવાને “અહિંસાને જ ધર્મ કહ્યો છે?' એવી દઢ શ્રદ્ધાયુક્ત છે.
ભાવાર્થ- અન્યમતીઓ યજ્ઞાદિક હિંસામાં ધર્મ સ્થાપે છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #286
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ૨૫૯ તેને રાજાના ભયથી, કોઈ વ્યંતરના ભયથી, લોકની લજ્જાથી વા કોઈ ધનાદિકના લોભથી ઇત્યાદિ અનેક કારણોથી પણ ધર્મ ન માને, પરંતુ એવી શ્રદ્ધા રાખે કે “ધર્મ તો ભગવાને અહિંસાને જ કહ્યો છે” તેને અમૂઢદષ્ટિગુણ કહે છે. અહીં હિંસારંભ કહેવાથી હિંસાના પ્રરૂપક દેવ-શાસ્ત્ર-ગુરુ આદિમાં પણ મૂઢદષ્ટિવાન ન થાય-એમ સમજવું. - હવે ઉપગુનગુણ કહે છે - जो परदोसं गोवदि णियसुकयं णो पयासदे लोए। भवियव्वभावणरओ उवगृहणकारओ सो हु।। ४१९ ।। यः परदोषं गोपयति निजसुकृतं नो प्रकाशयते लोके। भवितव्यभावनारतः उपगूहनकारकः सः स्फुटम्।। ४१९ ।।
અર્થ - જે સમ્યગ્દષ્ટિ પરના દોષને ઢાંકે-ગોપવે તથા પોતાના સુકૃત અર્થાત્ પુણ્ય-ગુણો લોકમાં પ્રકાશે નહિ-કહેતો ફરે નહિ પણ આવી ભાવનામાં લીન રહે કે “જે ભવિતવ્ય છે તે થાય છે તથા થશે” તે ઉપગૃહનગુણવાળો છે.
ભાવાર્થ:- “જે કર્મનો ઉદય છે તે અનુસાર લોકમાં મારી પ્રવૃત્તિ છે અને જે થવા યોગ્ય છે તે જ થાય છે” એવી ભાવના સમ્યગ્દષ્ટિને રહે છે. તેથી તે પોતાના ગુણને અને પરના દોષને પ્રકાશતો ફરતો નથી. વળી સાધÍજનમાં વા પૂજ્ય પુરુષોમાં કર્મોદયવશ કોઈ દોષ જણાય તો તેને છુપાવે-ઉપદેશાદિકથી તે દોષ છોડાવે, પણ એમ ન કરે કે જેથી તેની અને ધર્મની નિન્દા થાય. ધર્મ તથા ધર્માત્મામાંથી દોષનો અભાવ કરવો. ત્યાં છુપાવવું એ પણ અભાવ કરવા તુલ્ય છે અર્થાત્ જેને લોક ન જાણે તે અભાવ બરાબર જ છે. એ પ્રમાણે ઉપગૃહનગુણ હોય છે.
હવે સ્થિતિકરણગુણ કહે છે:
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #287
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૦]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા धम्मादो चलमाणं जो अण्णं संठवेदि धम्मम्मि। अप्पाणं पि सुदिढयदि ठिदिकरणं होदि तस्सेव।। ४२०।। धर्मतः चलन्तं यः अन्यं संस्थापयति धर्मे। आत्मानं अपि सुद्रढयति स्थितिकरणं भवति तस्य एव ।। ४२०।।
અર્થ- ધર્મથી ચલાયમાન થતા એવા અન્યને ધર્મમાં સ્થાપવો તથા પોતાના આત્માને પણ (ધર્મથી) ચલિત થતો (ધર્મમાં) દઢ કરવો તેને નિશ્ચયથી સ્થિતિકરણગુણ હોય છે.
ભાવાર્થ- ધર્મથી ચલિત થવાનાં અનેક કારણો હોય છે, ત્યાં નિશ્ચય- વ્યવહારરૂપ ધર્મથી પરને તથા પોતાને ચલિત થતો જાણી ઉપદેશથી વા જેમ બને તેમ દઢ કરવો તેને સ્થિતિકરણ ગુણ હોય છે.
હવે વાત્સલ્યગુણ કહે છેजो धम्मिएसु भत्तो अणुचरणं कुणदि परमसद्धाए। पियवयणं जंपतो वच्छल्लं तस्स भव्वस्स।। ४२१।। यः धार्मिकेषु भक्त: अनुचरणं करोति परमश्रद्धया। प्रियवचनं जल्पन् वात्सल्यं तस्य भव्यस्य।। ४२१।।
અર્થ:- જે સમ્યગ્દષ્ટિજીવ ધાર્મિક અર્થાત્ સમ્યગ્દષ્ટિશ્રાવકમુનિજનોમાં ભક્તિવાન હોય, પરમશ્રદ્ધાપૂર્વક તેઓને અનુસાર પ્રવર્તે તથા પ્રિયવચન બોલતો થકો પ્રવર્તે તે ભવ્યને વાત્સલ્યગુણ હોય છે.
ભાવાર્થ- વાત્સલ્યગુણમાં ધર્માનુરાગ પ્રધાન હોય છે. ધર્માત્માપુરુષોમાં જેને ઉત્કૃષ્ટપણે ભક્તિ-અનુરાગ હોય, તેઓમાં પ્રિયવચન સહિત જે પ્રવર્તે, તેમનાં ભોજન-ગમન-આગમન આદિ ક્રિયામાં અનુચર જેવો બની જે પ્રવર્તે તથા ગાય- વાછરડા જેવી પ્રીતિ રાખે તેને વાત્સલ્યગુણ હોય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #288
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ર૬૧ હવે પ્રભાવનાગુણ કહે છે:जो दसभेयं धम्मं भव्वजणाणं पयासदे विमलं। अप्पाणं पि पयासदि णाणेण पहावणा तस्स।। ४२२।। यः दशभेदं धर्मं भव्यजनानां प्रकाशयति विमलम्। आत्मानं अपि प्रकाशयति ज्ञानेन प्रभावना तस्य।। ४२२।।
અર્થ- જે સમ્યગ્દષ્ટિ, ભવ્યજીવોની પાસે પોતાના જ્ઞાન દ્વારા દશભેદરૂપ ધર્મને પ્રગટ કરે, તથા પોતાના આત્માને પણ દશ પ્રકારરૂપ ધર્મથી પ્રકાશિત કરે તેને પ્રભાવનાગુણ હોય છે.
ભાવાર્થ- ધર્મને વિખ્યાત કરવો તે પ્રભાવનાગુણ છે, ત્યાં ઉપદેશાદિકથી તો પરમાં ધર્મને પ્રગટ કરે તથા પોતાના આત્માને પણ દશવિધધર્મમાં અંગિકારથી કર્મકલંકરહિત પ્રકાશિત કરે તેને પ્રભાવનાગુણ હોય છે. जिणसासणमाहप्पं बहुविहजुत्तीहिं जो पयासेदि। तह तिव्वेण तवेण य पहावणा णिम्मला तस्स।। ४२३ ।। जिनशासनमाहात्म्यं बहुविधयुक्तिभिः यः प्रकाशयति। तथा तीव्रण तपसा च प्रभावना निर्मला तस्य।। ४२३।।
અર્થ:- જે સમ્યગ્દષ્ટિપુરુષ, પોતાના જ્ઞાનબળથી અનેક પ્રકારની યુક્તિપૂર્વક વાદિજનોનું નિરાકરણ કરી તથા ન્યાય, વ્યાકરણ, છંદ, અલંકાર અને સાહિત્યવિધાથી વક્તાપણા વા શાસ્ત્રરચના-દ્વારા અનેક પ્રકારની યુક્તિથી વાદિજનોનું નિરાકરણ કરી વા અતિશય-ચમત્કાર-પૂજાપ્રતિષ્ઠા વડે વા મહાન દુર્ધર તપશ્ચરણથી જિનશાસનનું માહાભ્ય પ્રગટ કરે તેને પ્રભાવના ગુણ નિર્મળ થાય છે.
ભાવાર્થ:- આ પ્રભાવનાગુણ મહાન ગુણ છે. તેનાથી અનેક જીવોને ધર્મની અભિરુચિ-શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. સમ્યગ્દષ્ટિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #289
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૨]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા પુરુષોને ( પ્રભાવનાગુણ ) અવશ્ય હોય છે.
હવે “નિઃશંક્તિાદિ ગુણો કેવા પુરુષને હોય છે?' તે કહે છે:जो ण कुणदि परतत्तिं पुणु पुणु भावेदि सुद्धमप्पाणं। इंदियसुहणिरवेक्खो णिस्संकाई गुणा तस्स।। ४२४ ।। यः न करोति परतप्तिं पुनः पुनः भावयति शुद्धं आत्मानम्। इन्द्रियसुखनिरपेक्षः निःशंकादयः गुणाः तस्य।। ४२४ ।।
અર્થ:- જે પુરુષ પરની નિંદા ન કરે, શુદ્ધ આત્માને વારંવાર ચિતવતો હોય, તથા ઇન્દ્રિયસુખની અપેક્ષા-વાંચ્છારહિત હોય તેને નિઃશંક્તિાદિ આઠ ગુણ અને અહિંસાધર્મરૂપ સમ્યકત્વ હોય છે.
ભાવાર્થ- અહીં ત્રણ વિશેષણ છે. તેમનું તાત્પર્ય આ છે કે જે પરની નિંદા કરે તેને નિર્વિચિકિત્સા, ઉપગૃહન, સ્થિતિકરણ તથા વાત્સલ્ય ગુણ ક્યાંથી હોય? માટે પરનો નિંદક ન હોય ત્યારે આ ચાર ગુણ હોય છે. વળી જે પોતાના આત્માના વસ્તુસ્વરૂપમાં શંકાસંદેહ હોય તથા મૂઢદષ્ટિ હોય તે પોતાના આત્માને વારંવાર શુદ્ધ ક્યાંથી ચિતવે? તેથી જે પોતાને શુદ્ધ ભાવે (ચિતવે) તેને જ નિઃશક્તિ અને અમૂઢદષ્ટિગુણ હોય છે તથા પ્રભાવના પણ તેને જ હોય છે. વળી જેને ઇન્દ્રિયસુખની વાંચ્છા હોય તેને નિઃકાંક્ષિતગુણ હોતો નથી, પણ ઇન્દ્રિયસુખની વાંચ્છારહિત થતાં જ નિઃકાંક્ષિતગુણ હોય છે. એ પ્રમાણે આઠ ગુણો હોવાનાં આ ત્રણ વિશેષણો છે.
હવે કહે છે કે જેમ આ આઠ ગુણ ધર્મમાં કહ્યા તેમ દેવ-ગુરુ આદિમાં પણ સમજવાઃणिस्संकापहुडिगुणा जह धम्मे तह य देवगुरुतचे। जाणेहि जिणमयादो सम्मत्तविसोहया एदे।। ४२५ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #290
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા] .
[ ૨૬૩ नि:शंकाप्रभृतिगुणाः यथा धर्मे तथा च देवगुरुतत्त्वे। जानीहि जिनमतात् सम्यक्त्वविशोधका: एते।।४२५ ।।
અર્થ- જેમ આ નિ:શંક્તિાદિ આઠ ગુણ ધર્મમાં પ્રગટ થાય છે તેમ દેવના સ્વરૂપમાં, ગુરુના સ્વરૂપમાં, છ દ્રવ્ય-પંચાસ્તિકાયસાતતત્ત્વ-નવપદાર્થના સ્વરૂપમાં પણ હોય છે. તેને પ્રવચનસિદ્ધાન્તથી સમજવા. આ આઠ ગુણ સમ્યકત્વને નિરતિચાર વિશુદ્ધ કરવાવાળા છે.
ભાવાર્થ- દેવ, ગુરુ અને તત્ત્વમાં શંકા ન કરવી, તેની યથાર્થ શ્રદ્ધા વડે ઇન્દ્રિયસુખની વાંચ્છારૂપ કાંક્ષા ન કરવી, તેમાં ગ્લાનિ ના લાવવી, તેમાં મૂઢદષ્ટિ ન રાખવી, તેના દોષોનો અભાવ કરવો વા તેને ઢાંકવા, તેનું શ્રદ્ધાન દઢ કરવું, તેમાં વાત્સલ્ય એટલે વિશેષ અનુરાગ કરવો અને તેનું માહાભ્ય પ્રગટ કરવું-એ આઠ ગુણ તેમાં (દેવ-ગુરુ તથા તત્ત્વાદિકમાં) જાણવા. આગળ સમ્યગ્દષ્ટિ થઈ ગયા તેઓની કથા જિનપ્રવચનથી જાણવી. આ આઠ ગુણો અતિચારદોષ દૂર કરી સમ્યકત્વને નિર્મળ કરવાવાળા છે, એમ સમજવું.
હવે “આ ધર્મને જાણવાવાળા તથા આચરવાવાળા દુર્લભ છે' એમ કહે છે:धम्म ण मुणदि जीवो अहवा जाणेइ कहवि कट्टेण। काउ तो वि ण सक्कदि मोहपिसाएण भोलविदो।। ४२६ ।। धर्मं न जानाति जीव: अथवा जानाति कथमपि कष्टेन। कर्तुं तदपि न शक्नोति मोहपिशाचेन भ्रामितः।। ४२६ ।।
અર્થ- આ સંસારમાં પ્રથમ તો જીવ ધર્મને જાણતો જ નથી, વળી કોઈ પ્રકારથી ઘણાં કષ્ટ વડે જો જાણે છે તો ત્યાં મોહરૂપ પિશાચથી ભ્રમિત થતો થકો ધર્મ આચરવાને સમર્થ થતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #291
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૪ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
ભાવાર્થ:- અનાદિ સંસારથી મિથ્યાત્વ વડે ભ્રમિત એવો આ પ્રાણી પ્રથમ તો ધર્મને જાણતો જ નથી. વળી કોઈ કાળલબ્ધિથી, ગુરુના સંયોગથી અને જ્ઞાનાવરણીના ક્ષયોપશમથી કદાપિ જાણે છે તો ત્યાં તેને આચ૨વો દુર્લભ છે.
હવે ધર્મગ્રહણનું માહાત્મ્ય દષ્ટાંતપૂર્વક કહે છેઃ
जह जीवो कुणइ रई पुत्तकलत्तेसु कामभोगेसु । तह जइ जिणिदधम्मे तो लीलाए सुहं लहदि ।। ४२७ ।।
यथा जीवः करोति रतिं पुत्रकलत्रेषु कामभोगेषु । तथा यदि जिनेन्द्रधर्मे तत् लीलया सुखं लभते ।। ४२७ ।।
અર્થ:- જેમ આ જીવ પુત્ર-કલત્રમાં તથા કામ-ભોગમાં રિતપ્રીતિ કરે છે તેમ જો જિતેંદ્રના વીતરાગધર્મમાં કરે તો લીલામાત્ર અલ્પ કાળમાં જ સુખને પ્રાપ્ત થાય.
ભાવાર્થ:- આ પ્રાણીને જેવી સંસારમાં તથા ઇન્દ્રિયવિષયોમાં પ્રીતિ છે તેવી જો જિનેશ્વરના દશલક્ષણધર્મસ્વરૂપ વીતરાગધર્મમાં પ્રીતિ થાય તો થોડા જ કાળમાં તે મોક્ષને પામે.
હવે કહે છે કે જીવ લક્ષ્મી ઇચ્છે છે પણ તે ધર્મ વિના ક્યાંથી હોય ?ઃ–
लच्छि वंछेइ णरो णेव सुधम्मेसु आयरं कुणइ । बीएण विणा कुत्थ वि किं दीसदि सस्सणिप्पत्ति ।। ४२८ ।। लक्ष्मीं वांछति नरः नैव सुधर्मेषु आदरं करोति । बीजेन विना कुत्र अपि किं दृश्यते सस्यनिष्पत्तिः।। ४२८ ।।
અર્થ:- આ જીવ લક્ષ્મીને ઇચ્છે છે પણ જિનેંન્દ્રના કહેલા મુનિ-શ્રાવકધર્મમાં આદર-પ્રીતિ કરતો નથી, પરંતુ લક્ષ્મીનું કારણ તો ધર્મ છે એટલે એ વિના તે ક્યાંથી આવે ? જેમ બીજ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #292
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ર૬૫ વિના ધાન્યની ઉત્પત્તિ ક્યાંય દેખાય છે? નથી દેખાતી.
ભાવાર્થ- જેમ બીજ વિના ધાન્ય ન થાય તેમ ધર્મ વિના સંપદા પણ ન થાય એ પ્રસિદ્ધ છે.
હવે ધર્માત્માજીવોની પ્રવૃત્તિ કહે છેઃजो धम्मत्थो जीवो सो रिउवग्गे वि कुणदि खमभावं। ता परदव्वं वज्जुइ जणणिसमं गणइ परदारं।। ४२९ ।। ૫: ધર્મસ્થ: નીવ: 8: રિપુવ : જોતિ ક્ષમાભાવના तावत् परद्रव्यं वर्जयति जननीसमं गणयति परदारान्।। ४२९ ।।
અર્થ- જે જીવ ધર્મમાં સ્થિર છે તે વૈરીઓના સમૂહ પર પણ ક્ષમાભાવ કરે છે, પરદ્રવ્યને તજે છે–અંગીકાર કરતો નથી તથા પરસ્ત્રીને માતા, બહેન અને પુત્રી સમાન ગણે છે.
ता सव्वत्थ वि कित्ती ता सव्वत्थ वि हवेइ वीसासो। ता सव्वं पिय भासइ ता सुद्धं माणसं कुणइ।। ४३०।। तावत् सर्वत्र अपि कीर्तिः तावत् सर्वत्र अपि भवति विश्वासः। तावत् सर्वं प्रियं भाषते तावत् शुद्धं मानसं करोति।।४३०।।
અર્થ- જે જીવ ધર્મમાં સ્થિર છે તેની સર્વ લોકમાં કીર્તિ (પ્રસંશા) થાય છે, સર્વ લોક તેનો વિશ્વાસ કરે છે; વળી તે પુરુષ સર્વને પ્રિય વચન કહે છે જેથી કોઈ દુઃખી થતો નથી, તે પુરુષ પોતાના અને પરના દિલને શુદ્ધ-ઉજ્જવળ કરે છે, કોઈને તેના માટે કલુષતા રહેતી નથી તેમ તેને પણ કોઈના માટે કલુષતા રહેતી નથી, ટૂંકામાં ધર્મ સર્વ પ્રકારથી સુખદાયક છે.
હવે ધર્મનું માહભ્ય કહે છે:उत्तमधम्मेण जुदो होदि तिरिक्खो वि उत्तमो देवो। चंडालो वि सुरिंदो उत्तमधम्मेण संभवदि।। ४३१ ।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #293
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
२६६]
[स्वामितियानुप्रेक्षा उत्तमधर्मेण युतः भवति तिर्यञ्चः अपि उत्तमः देवः। चण्डाल: अपि सुरेन्द्र: उत्तमधर्मेण संभवति।। ४३१ ।।
અર્થ- સમ્યકત્વ સહિત ઉત્તમધર્મયુક્ત જીવ ભલે તિર્યંચ હો તોપણ ઉત્તમ દેવપદને પ્રાપ્ત થાય છે તથા સમ્યકત્વ સહિત ઉત્તમ ધર્મથી ચંડાલ પણ દેવોનો ઈન્દ્ર થાય છે.
अग्गी वि य होदि हिमं होदि भुयंगो वि उत्तमं रयणं। जीवस्स सुधम्मादो देवा वि य किंकरा होति।। ४३२।। अग्निः अपि च भवति हिमं भवति भुजङ्गः अपि उत्तमं रत्नम्। जीवस्य सुधर्मात् देवा: अपि च किंकरा: भवन्ति।। ४३२।।
અર્થ- આ જીવને ઉત્તમ ધર્મના પ્રસાદથી અગ્નિ પણ બરફ થઈ જાય છે, સર્પ છે તે ઉત્તમ રત્નમાળા થઈ જાય છે તથા દેવ છે તે પણ કિંકર-દાસ બની જાય છે. तिक्खं खग्गं माला दुजयरिउणो सुहंकरा सुयणा। हालाहलं पि अमियं महापया संपया होदि।। ४३३ ।।
तीक्ष्णः खङ्गः माला दुर्जयरिपवः सुखंकराः सुजनाः। हालाहलं अपि अमृतं महापदा सम्पदा भवति।। ४३३।।
અર્થ- ઉત્તમ ધર્મ સહિત જીવને તીણ ખડ્ઝ પણ ફૂલની માળા બની જાય છે, જીત્યો ન જાય એવો દુર્જય વેરી પણ સુખ કરવાવાળો સ્વજન અર્થાત્ મિત્ર બની જાય છે તથા હળાહળ ઝેર છે તે પણ અમૃતરૂપ પરિણમી જાય છે; ઘણું શું કહુએ માન આપદા પણ સંપદા બની જાય છે.
अलियवयणं पि सच्चं उज्जमरहिए वि लच्छिसंपत्ती। धम्मपहावेण णरो अणओ वि सुहंकरो होदि।। ४३४।। अलीकवचनं अपि सत्यं उद्यमरहिते अपि लक्ष्मीसंप्राप्तिः। धर्मप्रभावेण नर: अनयः अपि सुखंकरः भवति।। ४३४।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #294
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ર૬૭ અર્થ - ધર્મના પ્રભાવથી જીવનાં જૂઠ વચન પણ સત્ય વચન થઈ જાય છે, ઉધમ રહિતને પણ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તથા અન્યાયકાર્ય પણ સુખ કરવાવાળા થાય છે.
ભાવાર્થ- અહીં આ અર્થ સમજવો કે જો પૂર્વે ધર્મ સેવ્યો હોય તો તેના પ્રભાવથી અહીં જૂઠ બોલે તે પણ સાચ બની જાય છે, ઉદ્યમ વિના પણ સંપત્તિ મળી જાય છે, અન્યાયરૂપ વર્તે તોપણ તે સુખી રહે છે, અથવા કોઈ જૂઠ વચનનો તુક્કો લગાવે તોપણ અંતમાં તે સાચો થઈ જાય છે તથા “અન્યાય કર્યો' એમ લોક કહે છે તો ત્યાં ન્યાયવાળાની સહાય જ થાય છે એમ પણ સમજવું.
હવે ધર્મ રહિત જીવની નિંદા કહે છે:देवो वि धम्मचत्तो मिच्छत्तवसेण तरुवरो होदि। चक्की वि धम्मरहिओ णिवडइ णरए ण संदेहो।। ४३५।। देवः अपि धर्मत्यक्त: मिथ्यात्ववशेन तरुवर: भवति। चक्री अपि धर्मरहित: निपतति नरके न सन्देहः।। ४३५ ।।
અર્થ- ધર્મ રહિત જીવ છે તે મિથ્યાત્વવશ દેવ પણ વનસ્પતિકાય એકેન્દ્રિય બની જાય છે તથા ધર્મરહિત ચક્રવર્તી પણ નરકમાં પડે છે, તેમાં કોઈ સંદેહ નથી. धम्मविहीणो जीवो कुणइ असकं पि साहसं जइ वि। तो ण वि पावदि इ8 सुव्नु अणितुं परं लहदि।। ४३६ ।। धर्मविहीनः जीवः करोति अशक्यं अपि साहसं यद्यपि। तत् न अपि प्राप्नोति इष्टं सुष्टु अनिष्ठं परं लभते।। ४३६ ।।
અર્થ:- ધર્મરહિત જીવ જોકે મોટું, બીજાથી ન થઈ શકે તેવું, સાહસિક પરાક્રમ કરે તો પણ તેને ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતી નથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #295
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૮]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા પણ ઊલટો માત્ર અતિશય અનિષ્ટને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ- પાપના ઉદયથી ભલું કરતાં પણ બૂરું થાય છે એ જગપ્રસિદ્ધ છે.
इय पच्चक्खं पिच्छिय धम्माहम्माण विविहमाहप्पं। धम्मं आयरह सया पावं दूरेण परिहरह।। ४३७।। इति प्रत्यक्षं दृष्ट्वा धर्माधर्मयो: विविधमाहात्म्यम्। धर्मं आचरत सदा पापं दूरेण परिहरत।।४३७।।
અર્થ - હે પ્રાણી ! આ પ્રમાણે ધર્મ તથા અધર્મનું અનેક પ્રકારનું માહાભ્ય પ્રત્યક્ષ જોઈને તમે ધર્મનું આચરણ કરો તથા પાપને દૂરથી જ છોડો !
ભાવાર્થ- દશ પ્રકારથી ધર્મનું સ્વરૂપ કહી આચાર્યદવે અધર્મનું ફળ પણ બતાવ્યું અને હવે અહીં આ ઉપદેશ આપ્યો કે હું પ્રાણી ! ધર્મ-અધર્મનું પ્રત્યક્ષ ફળ લોકમાં જોઈને તમે ધર્મનું આચરો તથા પાપને છોડો ! આચાર્ય મહાન નિષ્કારણ ઉપકારી છે, પોતાને કાંઈ જોઈતું નથી, માત્ર નિસ્પૃહ થયા થકા જીવોના કલ્યાણ અર્થે જ વારંવાર કહી પ્રાણીઓને જગાડે છે; એવા શ્રીગુરુ વંદન-પૂજન યોગ્ય છે. એ પ્રમાણે યતિધર્મનું વ્યાખ્યાન કર્યું.
(દોહરો) મુનિ-શ્રાવકના ભેદથી; ધર્મ બે પરમાર, તેને સુણી ચિંતવો સતત, ગ્રહી પામો ભવપાર.
ઇતિ ધર્માનુપ્રેક્ષા સમાપ્ત.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #296
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશતપનું વર્ણન
હવે ધર્માનુપ્રેક્ષાની ચૂલિકા કહેતા થકા આચાર્યદેવ બાર પ્રકારનાં તપવિધાનનું નિરૂપણ કરે છેઃ
बारसभेओ भणिओ णिज्जरहेऊ तवो समासेण । तस्स पयारा एदे भणिज्जमाणा
मुणेयव्वा ।। ४३८ ।।
द्वादशभेदं भणितं निर्जराहेतुः तपः समासेन । तस्य प्रकारा: एते भण्यमानाः જ્ઞાતવ્યા:।।૪૮।।
અર્થ:- જિનાગમમાં બાર પ્રકારનું તપ સંક્ષેપમાં કહ્યું છે. કેવું છે તપ ? કર્મનિર્જરાનું કારણ છે. તેના પ્રકાર હવે કહીશું તે
જાણવા.
ભાવાર્થ:- નિર્જરાનું કારણ તપ છે અને તેના બાર પ્રકાર અનશન, અવૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત-શૈયાસન અને કાયકલેશ એ છ પ્રકારનાં બાહ્યતપ છે તથા પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એ છ પ્રકારનાં અંતરંગતપ છે. તેનું જ વ્યાખ્યાન હવે કરીએ છીએ. તેમાં પહેલાં અનશન નામના તપને ચાર ગાથામાં કહે છેઃ
છે.
उवसमणो अक्खाणं उववासो वण्णिदो मुणिंदेहि । तम्हा भुंजंता वि य जिदिंदिया होंति उववासा।। ४३९।। उपशमनम् अक्षाणां उपवास: વર્જિત: મુનીન્દ્ર तस्मात् भुञ्जमानाः अपि च जितेन्द्रियाः भवन्ति उपवासाः ।। ४३९ ।।
અર્થ:- ઇન્દ્રિયોના ઉપશમનને અર્થાત્ તેમને વિષયોમાં ન જવા દેવી તથા મનને પોતાના આત્મસ્વરૂપમાં જોડવું તેને મુનીન્દ્રોએ ઉપવાસ કહ્યો છે. એટલા માટે જિતેન્દ્રિય પુરુષને, આહાર કરતો છતાં પણ, ઉપવાસ સહિત જ કહ્યો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #297
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૦]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ભાવાર્થ- ઇન્દ્રિઓને જીતવી તે ઉપવાસ છે; એટલા માટે ભોજન કરતા હોવા છતાં પણ યતિપુરુષ ઉપવાસી જ છે, કારણ કે તેઓ ઇન્દ્રિયોને વશ કરી પ્રવર્તે છે.
जो मणइंदियविजई इहभवपरलोयसोक्खणिरवेक्खो। अप्पाणे वि य णिवसइ सज्झायपरायणो होदि।। ४४०।। कम्माण णिजुरहूँ आहारं परिहरेइ लीलाए। एगदिणादिपमाणं तस्स तवं अणसणं होदि।। ४४१ ।। यः मनःइन्द्रियविजयी इहभवपरलोकसौख्यनिरपेक्षः। आत्मनि एव निवसति स्वाध्यायपरायणः भवति।। ४४०।। कर्मणां निर्जरार्थं आहारं परिहरति लीलया। एकदिनादिप्रमाणं तस्य तपः अनशनं भवति।। ४४१।।
અર્થ:- જે મન અને ઇન્દ્રિયોનો જીતવાવાળો છે, આ ભવ પરભવના વિષયસુખોમાં અપેક્ષારહિત છે અર્થાત વાંચ્છા કરતો નથી, પોતાના આત્મસ્વરૂપમાં જ રહે છે વા સ્વાધ્યાયમાં તત્પર છે, તથા કર્મનિર્જરા અર્થે ક્રિીડા એટલે લીલામાત્ર કલેશરહિત-હર્ષસહિત એક દિવસ આદિની મર્યાદાપૂર્વક જે આહારને છોડે છે તેને અનશનતપ હોય છે.
ભાવાર્થ- ઉપવાસનો આવો અર્થ છે કે ઇન્દ્રિય તથા મન વિષયોમાં પ્રવૃત્તિરહિત થઈ આત્મામાં રહે તે ઉપવાસ છે. આલોકપરલોક સંબંધી વિષયોની વાંચ્છા ન કરવી તે ઇન્દ્રિયજય છે તથા આત્મસ્વરૂપમાં લીન રહેવું વા શાસ્ત્રના અભ્યાસ-સ્વાધ્યાયમાં મન લગાવવું એ ઉપવાસમાં પ્રધાન છે; વળી જેમ કલેશ ન ઊપજે એવી રીતે ક્રીડામાત્રપણે એક દિવસ આદિની મર્યાદા રૂપ આહારનો ત્યાગ કરવો તે ઉપવાસ છે. એ પ્રમાણે ઉપવાસ નામનું અનશનતપ થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #298
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશત૫]
[ ૨૭૧ उववासं कुव्वाणो आरंभं जो करेदि मोहादो। तस्स किलेसो अवरं कम्माणं णेव णिजुरणं।। ४४२।। उपवासं कुर्वाण: आरम्भं यः करोति मोहतः।। तस्य क्लेश: अपरं कर्मणां नैव निर्जरणम्।।४४२।।
અર્થ- જે ઉપવાસ કરતો થકો પણ મોહથી આરંભ-ગૃહ કાર્યાદિકને કરે છે તેને પ્રથમ ગૃહકાર્યનો કલેશ તો હતો જ અને બીજો આ ભોજન વિના ક્ષુધા- તૃષાનો કલશ થયો. એટલે એ પ્રમાણે થતાં તો કલેશ જ થયો પણ કર્મનિર્જરા તો ન થઈ.
ભાવાર્થ- જે આહારને તો છોડ પણ વિષય-કપાય-આરંભને ન છોડે તેને પહેલાં તો કલેશ હતો જ અને હવે આ બીજો કલેશ ભૂખ-તરસનો થયો, એવા ઉપવાસમાં કર્મનિર્જરા કયાંથી થાય? કર્મનિર્જરા તો સર્વ કલેશ છોડી સામ્યભાવ કરતાં જ થાય છે એમ સમજવું.
હવે અવમોદર્યતપ બે ગાથામાં કહે છે:आहारगिद्धिरहिओ चरियामग्गेण पासुगं जोग्गं। अप्पयरं जो भुंजइ अवमोदरियं तवं तस्स।। ४४३।। आहारगृद्धिरहितः चर्यामार्गेण प्रासुकं योग्यम्। अल्पतरं यः भुंक्ते अवमौदर्यं तपः तस्य।। ४४३।।
અર્થ:- જે તપસ્વી આહારની અતિ ગૃદ્ધિ રહિત થઈ સૂત્રમાં કહ્યા પ્રમાણે ચર્યાના માર્ગાનુસાર યોગ્ય પ્રાસુક આહાર પણ અતિ અલ્પ ગ્રહણ કરે તેને અવમોદર્યતા હોય છે.
ભાવાર્થ- મુનિરાજ આહારના છેતાલીશ દોષ, બત્રીસ અંતરાય ટાળી ચૌદ મળદોષરહિત પ્રાસુક યોગ્ય ભોજન ગ્રહણ કરે છે તોપણ તે ઊણોદરતપ કરે છે, તેમાં પણ પોતાના આહારના પ્રમાણથી થોડો આહાર લે છે. આહારનું પ્રમાણ એક ગ્રાસથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #299
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૨ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા બત્રીસ ગ્રાસ સુધી કહ્યું છે તેમાં યથાઇચ્છાનુસાર ઘટતા પ્રમાણમાં (આહાર) લે તે અવમોદર્યતા છે.
जो पुण कित्तिणिमित्तं मायाए मिट्ठभिक्खलाहटुं। अप्पं भुंजदि भोजं तस्स तवं णिप्फलं बिदियं ।। ४४४।। यः पुनः कीर्तिनिमित्तं मायया मिष्टभिक्षालाभार्थम्। अल्पं भुंक्ते भोज्यं तस्य तपः निष्फलं द्वितीयम्।। ४४४ ।।
અર્થ:- જે મુનિ કીર્તિને માટે વા માયા-કપટ કરી વા મિષ્ટ ભોજનના લાભ અર્થે અલ્પ ભોજન કરી તેને તપનું નામ આપે છે તેનું આ બીજું અવમોદર્યતા નિષ્ફળ છે.
ભાવાર્થ- જે એમ વિચારે છે કે અલ્પ ભોજન કરવાથી મારી પ્રસંશા થશે, તથા કપટથી લોકને ભૂલાવામાં નાખી પોતાનું કોઈ પ્રયોજન સાધવા માટે વા થોડું ભોજન કરવાથી મિસ્ટરસ સહિત ભોજન મળશે એવા અભિપ્રાયથી ઊણોદરપ જે કરે છે તે તપ નિષ્ફળ છે. એ તપ નથી પણ પાખંડ છે.
હવે વૃત્તિપરિસંખ્યાનતપ કહે છે:एगादिगिहपमाणं किच्चा संकप्पकप्पियं विरसं। भोजं पसु व्व भुंजदि वित्तिपमाणं तवो तस्स।।४४५।। एकादिगृहप्रमाणं कृत्वा संकल्पकल्पितं विरसम्। भोज्यं पशुवत् भुंक्ते वृत्तिप्रमाणं तपः तस्य।। ४४५।।
અર્થ:- મુનિ આહાર લેવા નીકળે ત્યારે પ્રથમથી જ મનમાં આવી મર્યાદા કરી નીકળે કે-આજ એક ઘરે વા બે ઘરે વા ત્રણ ઘરે જ આહાર મળી જાય તો લેવો, નહિ તો પાછા ફરવું. વળી એક રસની, આપવાવાળાની તથા પાત્રની મર્યાદા કરે કે આવો દાતાર, આવી પદ્ધતિથી, આવા પાત્રમાં ધારણ કરી આહાર આપે તો જ લેવો, સરસ-નીરસ વા ફલાણો આહાર મળે તો જ લેવો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #300
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
દ્વાદશતપ ]
[ ૨૭૩
એમ આહારની પણ મર્યાદા કરે, ઇત્યાદિક વૃત્તિની સંખ્યા-ગણનામર્યાદા મનમાં વિચારી એ જ પ્રમાણે (આહાર) મળે તો જ લે, બીજા પ્રકારે ન લે. વળી આહાર લે તો ગાય વગેરે પશુની માફક આહાર કરે અર્થાત્ જેમ ગાય આમતેમ જોયા સિવાય માત્ર ચારો ચરવા તરફ જ દૃષ્ટિ રાખે છે તેમ (મુનિ આહાર) લે તેને વૃત્તિપરિસંખ્યાનતપ કહે છે.
ભાવાર્થ:- ભોજનની આશાનો નિરાસ કરવા સારું આ તપ કરવામાં આવે છે, કારણ સંકલ્પ અનુસાર વિધિ મળી જવી એ દૈવયોગ છે અને એવું મહાન કઠણ તપ મહામુનિ કરે છે.
હવે રસપરિત્યાગતપ કહે છે:
संसारदुक्खतट्ठो विससमविसयं विचिंतमाणो जो । णीरसभोजं भुंजइ रसचाओ तस्स सुविसुद्धो ।। ४४६ ।। संसारदुःखत्रस्तः विषसमविषयं विचिन्तयन् यः । नीरसभोज्यं भुंक्ते रसत्यागः तस्य सुविशुद्धः ।। ४४६ ।।
અર્થ:- જે મુનિ સંસારદુઃખથી ભયભીત થઈ આ પ્રમાણે વિચારે છે કે- ઇન્દ્રિયોના વિષયો વિષ જેવા છે, વિષ ખાતાં તો એક વાર મરણ થાય પણ વિષયરૂપ વિષથી ઘણાં જન્મ-મરણ થાય છે. એમ વિચારી જે નીરસભોજન કરે છે તેને રસપરિત્યાગતપ નિર્મળ થાય છે.
ભાવાર્થ:- ૨સ છ પ્રકારના છે-ઘી, તેલ, દહીં, મીઠાઈ, લવણ અને દૂધ એવા તથા ખાટો, ખારો, મીઠો, કડવો, તીખો અને કષાયલો એ પણ રસ છે. તેનો ભાવનાનુસાર ત્યાગ કરવો અર્થાત્
१. खीरदधिसप्पितेलं गुडलवणाणं च जं परिच्चयणं। तित्तकडुकसायंबिलं मधुररसाणं च जं चयणं ।। મૂલાધાર-પંચાચારાધિકાર, ગા. ૧૫૫
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #301
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૪]
[ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા કોઈ એક જ રસ છોડે, બે રસ છોડે વા બધાય રસ છોડે. એ પ્રમાણે રસપરિત્યાગતપ થાય છે.
પ્રશ્ન- કોઈ રસત્યાગને જાણતો ન હોય અને મનમાં જ ત્યાગ કરે તો એ પ્રમાણે જ વૃત્તિપરિસંખ્યાન પણ છે તો પછી તેમાં અને આમાં તફાવત શો ?
સમાધાન - વૃત્તિપરિસંખ્યાનમાં તો અનેક પ્રકારના ત્યાગની સંખ્યા છે અને આમાં રસનો જ ત્યાગ છે એટલી વિશેષતા છે. વળી આ પણ વિશેષતા છે કે- રસપરિત્યાગ તો ઘણા દિવસનો પણ થાય અને તેને શ્રાવક જાણી પણ જાય છે ત્યારે વૃત્તિપરિસંખ્યાન ઘણા દિવસનું થતું નથી.
હવે વિવિક્તશૈયાસનતપ કહે છે:जो रायदोसहेदू आसणसिज्जादियं परिचयइ। अप्पा णिव्विसय सया तस्स तवो पंचमो परमो।। ४४७।।
यः रागद्वेषहेतु: आसनशय्यादिकं परित्यजति।। आत्मा निर्विषयः सदा तस्य तपः पञ्चमं परमम्।। ४४७।।
અર્થ - જે મુનિ રાગદ્વેષના કારણરૂપ આસન, શૈયા વગેરેને છોડે છે, સદાય પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર રહે છે તથા નિર્વિષય અર્થાત્ ઇન્દ્રિયવિષયોથી વિરક્ત થાય છે તે મુનિને આ પાંચમું વિવિક્તશૈયાસનતપ ઉત્કૃષ્ટ થાય છે.
ભાવાર્થ- બેસવાનું સ્થાન તે આસન છે અને સૂવાનું સ્થાન તે શૈયા છે તથા આદિ' શબ્દથી મળમૂત્રાદિ નાખવાનું સ્થાન સમજવું. એ ત્રણે એવાં હોય કે જ્યાં રાગ-દ્વેષ ઉત્પન્ન થાય નહિ અને વીતરાગતા વધે, એવા એકાન્ત સ્થાનમાં (મુનિ) બેસે સૂવે, કારણ કે મુનિજનોને તો પોતાનું સ્વરૂપ સાધવું છે પણ ઇન્દ્રિયવિષય સેવવા નથી; માટે એકાન્તસ્થાન કહ્યું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #302
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
દ્વાદશતપ ]
[ ૨૭૫
पूयादिसु णिरवेक्खो संसारसरीरभोगणिव्विण्णो । अब्भंतरतवकुसलो उवसमसीलो महासंतो ।। ४४८ ।।
जो णिवसेदि मसाणे वणगहणे णिज्जणे महाभीमे । अण्णत्थ वि एयंते तस्स वि एदं तवं होदि । । ४४९ । पूजादिषु निरपेक्ष: संसारशरीरभोगनिर्विण्णः 1 उपशमशील: મહાશાન્ત:।।૪૪૮।।
आभ्यन्तरतपःकुशल:
यः निवसति स्मशाने वनगहने निर्जने महाभीमे । अन्यत्र अपि एकान्ते तस्य अपि एतत् तपः भवति ।। ४४९ ।।
અર્થ:- જે મહામુનિ પૂજા આદિમાં તો નિરપેક્ષ છે અર્થાત્ પોતાનાં પૂજા– માહાત્મ્ય આદિને ઇચ્છતા નથી, સંસા૨-દેહ-ભોગથી વિરક્ત છે, સ્વાધ્યાય ધ્યાનાદિ અંતરંગતપમાં પ્રવીણ છે અર્થાત્ ધ્યાન-અધ્યયનનો નિરંતર અભ્યાસ રાખે છે, ઉપશમશીલ અર્થાત્ મંદકષાયરૂપ શાંતપરિણામ જ છે સ્વભાવ જેનો તથા જે મહાપરાક્રમી અને ક્ષમાદિ પરિણામ યુક્ત છે એવા મહામુનિ મસાણભૂમિમાં, ગહનવનમાં, જ્યાં લોકની આવ-જાવ ન હોય એવા નિર્જનસ્થાનમાં, મહા ભયાનક ગહન વનમાં તથા અન્ય પણ એવા એકાન્તસ્થાનમાં રહે છે તેને નિશ્ચયથી આ વિવિક્તશૈયાસનતપ હોય છે.
ભાવાર્થ:- મહામુનિ વિવિક્તશૈય્યાસનતપ કરે છે. ત્યાં એવા એકાન્તસ્થાનમાં તેઓ સૂર્વ-બેસે છે કે જ્યાં ચિત્તમાં ક્ષોભ કરવાવાળા કોઈ પણ પદાર્થો ન હોય, એવાં સૂનાં ઘર, ગિરિગુફા, વૃક્ષનાં કોતર, ગૃહસ્થોએ પોતે બનાવેલા ઉદ્યાન વસ્તિકાદિક, દેવમંદિર તથા મસાણભૂમિ ઇત્યાદિ એકાન્તસ્થાન હોય ત્યાં ધ્યાન-અધ્યયન કરે છે, કારણ કે તેઓ દેહથી તો નિર્મમત્વ છે, વિષયોથી વિરક્ત છે અને પોતાના આત્મસ્વરૂપમાં અનુરક્ત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #303
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા એવા મુનિ વિવિક્તશય્યાસનતપ સંયુક્ત છે. હવે કાયકલેશતપ કહે છે:दुस्सहउवसग्गजई आतावणसीयवायखिण्णो वि। जो ण वि खेदं गच्छदि कायकिलेसो तवो तस्स।। ४५० ।। दुस्सहोपसर्गजयी आतापनशीतवातखिन्नः अपि। यः न अपि खेदं गच्छति कायक्लेशं तपः तस्य।। ४५० ।।
અર્થ - જે મુનિ દુસ્સહ ઉપસર્ગને જીતવાવાળા હોય, આતાપશીત-વાતથી પીડિત થવા છતાં પણ ખેદને પ્રાપ્ત ન થતા હોય, તથા ચિત્તમાં ક્ષોભ-કલેશ ન ઊપજતો હોય તે મુનિને કાયકલેશ નામનું તપ હોય છે.
ભાવાર્થ - ગ્રીષ્મકાળમાં પર્વતના શિખર આદિ ઉપર કે જ્યાં સૂર્યકિરણોનો અત્યંત આતાપ થઈ રહ્યો છે અને નીચે ભૂમિશિલાદિક પણ તમાયમાન છે ત્યાં મહામુનિ આતાપનયોગ ધારણ કરે છે, શીતકાળમાં નદી આદિના કિનારે ખુલ્લા મેદાનમાં
જ્યાં અતિ ઠંડી પડવાથી વૃક્ષ પણ બળી જાય ત્યાં ઉભા રહે છે, તથા ચોમાસામાં વર્ષા વરસતી હોય, પ્રચંડ પવન ચાલતો હોય અને ડાંસ-મચ્છર ચટકા ભરતા હોય એવા સમયમાં વૃક્ષની નીચે યોગ ધારણ કરે છે; તથા અનેક વિકટ આસન કરે છે. એ પ્રમાણે કાયકલેશનાં અનેક કારણો મેળવે છે છતાં સામ્યભાવથી ડગતા નથી, અનેક પ્રકારના ઉપસર્ગોને જીતવાવાળા છે છતાં ચિત્તમાં જેમને ખેદ ઊપજતો નથી, ઊલટા પોતાના
સ્વરૂપધ્યાનમાં નિમગ્ન રહે છે, તેમને ( એવા મુનિને ) કાયકલેશતપ હોય છે. જેને કાયા તથા ઇન્દ્રિયોથી મમત્વ હોય છે તેને ચિત્તમાં ક્ષોભ થાય છે, પરંતુ આ મુનિ તો એ બધાયથી નિસ્પૃહ વર્તે છે, તેમને શાનો ખેદ હોય ? એ પ્રમાણે છ પ્રકારના બાહ્ય તપોનું નિરૂપણ કર્યું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #304
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૭૭
હવે છ પ્રકારનાં અંતરંગ તપોનું વ્યાખ્યાન કરે છે. ત્યાં પ્રથમ પ્રાયશ્ચિત નામનું તપ કહે છે.
दोसं ण करेदि सयं अण्णं पि ण कारएदि जो तिविहं । कुव्वाणं पण इच्छदि तस्स विसोही परा होदि ।। ४५१ । ।
दोषं न करोति स्वयं अन्यं अपि न कारयति यः त्रिविधम् । कुर्वाणं अपि न इच्छति तस्य विशुद्धिः परा भवति ।। ४५१ । ।
અર્થ:- જે મુનિ મન-વચન-કાયાથી પોતે દોષ કરે નહિ, બીજા પાસે દોષ કરાવે નહિ તથા કોઈ દોષ કરતો હોય તેને ઇષ્ટ-ભલો
જાણે નહિ તેને ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય છે.
'
ભાવાર્થ:- અહીં ‘વિશુદ્ધિ' નામ પ્રાયશ્ચિત્તનું છે. ‘પ્રાયઃ ’ શબ્દથી તો પ્રકૃષ્ટ ચારિત્રનું ગ્રહણ છે અર્થાત્ એવું ચારિત્ર જેને હોય તેને ‘પ્રાયઃ ' કહે છે. અથવા સાધુલોકનું ચિત્ત જે કાર્યમાં હોય તેને પ્રાયશ્ચિત કહે છે, અથવા આત્માની વિશુદ્ધતા કરે તે પ્રાયશ્ચિત છે. વળી (પ્રાયશ્ચિત શબ્દનો) બીજો અર્થ આવો પણ છે કે-‘પ્રાયઃ ' નામ અપરાધનું છે, તેને ‘ચિત્ત’ એટલે તેની શુદ્ધિ કરવી તેને પણ પ્રાયશ્ચિત કહીએ છીએ. મતલબ કે પૂર્વે કરેલા અપરાધથી જે વડે શુદ્ધતા થાય તે પ્રાયશ્ચિત છે. એ પ્રમાણે જે મુનિ મન-વચન-કાય અને કૃત-કારિત-અનુમોદનાથી દોષ ન લગાવે તેને ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય છે અને એ જ પ્રાયશ્ચિત નામનું તપ છે.
૧
૧
યતિના આચારમાં દશ પ્રકારનું પ્રાયશ્ચિત કહ્યું છે યથા :
आलोयणपडिकमणं उभय विवेगो तहा विउस्सग्गो । तवछेदो मूलं पि य परिहारो चेव सद्दहणं ।।
મૂલાચાર-પંચાચારાધિકાર ગા૦ ૧૬૫
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #305
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા अह कह वि पमादेण य दोसो जदि एदि तं पि पयडेदि। णिद्दोससाहुमूले दसदोसविवज्जिदो होएं।। ४५२ ।। अथ कथमपि प्रमादेन च दोषः यदि एति तं अपि प्रकटयति। निर्दोषसाधुमूले दशदोषविवर्जितः भवितुम्।। ४५२।।
અર્થ- અથવા કોઈ પ્રકારથી પ્રમાદ વડે પોતાના ચારિત્રમાં દોષ આવી ગયો હોય તો તેને નિર્દોષ સાધુ-આચાર્યની નિકટ દશ દોષ રહિતપણે પ્રગટ કરે-આલોચન કરે.
ભાવાર્થ:- પ્રમાદથી પોતાના ચારિત્રમાં દોષ લાગ્યો હોય તો આચાર્ય પાસે જઈ દશ ટ્વેષ રહિત આલોચના કરે. પાંચ ઇન્દ્રિય, ચાર કષાય, ચાર વિકથા, એક નિદ્રા અને એક સ્નેહ એ પાંચે પ્રમાદ છે તેના પંદર ભેદ છે." (વિશેષ) ભંગોની અપેક્ષાએ તેના ઘણા ( ૩૭૫OO) ભેદ છે, તેમનાથી દોષ લાગે છે.
વળી આલોચનાના દશ દોષ છે. તેનાં નામ-આકંપિત, અનુમાનિત, બાદર, સૂક્ષ્મ, દષ્ટ, પ્રચ્છન્ન, શબ્દાકુલિત, બહુજન, અવ્યક્ત અને તત્સવી-એ દશ દોષ છે. તેનો અર્થ આ પ્રમાણે છે કે:
૧. આચાર્યને ઉપકરણાદિક આપી પોતા પ્રત્યે કણા ઉપજાવી જાણે કે “આમ કરવાથી મને પ્રાયશ્ચિત્ થોડું આપશે”
१ विकहा तहा कसाया इंदियणिद्दा तहेव पणओ य। चदु चदु पणमेगेगं होंति पमादा हु पण्णरस।।
ગો૦ જીવ ગા) ૩૪ २ आकंपिय अणुमाणिय जं दिटुं बादरं च सुहुमं च। छण्णं सद्दाउलियं बहुजणमव्वत्त तस्सेवी।।
(ભગવતી આરાધના પૃષ્ઠ ૨૫૭ તથા
મૂલાચાર ભા. ૨ શીલગુણાધિકાર-ગાઇ ૧૫) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #306
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશતપ ]
[ ૨૭૯
એમ વિચારી અલોચના કરે તે આપિતદોષ છે.
૨. વચન દ્વારા જ આચાર્યનાં વખાણ આદિ કરી આલોચના કરે તે એવા અભિપ્રાયથી કે ‘ આચાર્ય મારા પ્રત્યે પ્રસન્ન રહે તો પ્રાયશ્ચિત થોડું આપશે '; તે અનુમાનિતદોષ છે. તે
૩. પ્રત્યક્ષ દેખાતા દ્વેષ હોય તે કહે પણ અણદેખાતા ન કહે તે દષ્ટદોષ છે.
૪. સ્થૂલ-મોટા દોષ તો કહે પણ સૂક્ષ્મ ન કહે તે બાદર દોષ
છે.
૫. ‘સૂક્ષ્મ જેણે કહી દીધા તે બાદર દોષ શા માટે છુપાવે' એવા માયાચારથી જે સૂક્ષ્મદોષ જ કહે પણ બાદર ન કહે તે સૂક્ષ્મ દોષ છે.
૬. છુપાવીને કહે, તે એમ કે કોઈ બીજાએ પોતાનો દોષ કહી દીધો હોય ત્યારે જ કહે કે ‘એવો જ દોષ મને લાગ્યો છે' પણ દોષનું નામ પ્રગટ ન કરે તે પ્રચ્છન્નદોષ છે.
૭. ‘૨ખે કોઈ સાંભળી ન જાય!' એવા અભિપ્રાયથી ઘણા શબ્દોના કોલાહલમાં પોતાના દોષ કહે તે શબ્દાકુલિતદોષ છે.
૮. પોતાના ગુરુ પાસે આલોચના કરી ફરી પાછો અન્ય ગુરુ પાસે પણ આલોચના કરે તે આવા અભિપ્રાયથી કે ‘આનુ પ્રાયશ્ચિત અન્ય ગુરુ શું બતાવે છે?' એ બહુજનદોષ છે.
૯. ‘આ દોષ છુપાવ્યો છુપાવાનો નથી માટે કહેવો જ જોઈએ ’ એમ વિચારી પ્રગટ-વ્યક્ત દોષ હોય તે કહે, તે અવ્યક્ત દોષ છે.
૧૦. પોતાને લાગેલા દોષની ગુરુ પાસે આલોચના કરી, કોઈ અન્ય મુનિએ પ્રાયશ્ચિત લીધું હોય તેને જોઈ તે પ્રમાણે પોતાને પણ દોષ લાગ્યા હોય તેની આલોચના ગુરુ પાસે નહિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #307
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૦]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા કરતાં પોતાની મેળે પ્રાયશ્ચિત લઈ લે પરંતુ દોષ પ્રગટ કરવાનો અભિપ્રાય ન હોય, તે તત્સવીદોષ છે.
આવા દશ દોષ રહિત સરળચિત્ત બની બાળકની માફક આલોચના કરે. जं किं पि तेण दिण्णं तं सव्वं सो करेदि सद्धाए। णो पुणु हियए संकदि किं थोवं किं पि वहुयं वा।। ४५३ ।। यत् किमपि तेन दत्तं तत् सर्वं स: करोति श्रद्धया। नो पुनः हृदये शंकते किं स्तोकं किमपि बहुकं वा।।४५३।।
અર્થ- દોષની આલોચના કર્યા પછી આચાર્ય જે કાંઈ પ્રાયશ્ચિત આપ્યું હોય તે બધુંય શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે પણ હૃદયમાં એવી શંકા-સંદેહ ન રાખે કે આ આપેલું પ્રાયશ્ચિત્ત થોડું છે કે ઘણું છે?
ભાવાર્થ:- તત્ત્વાર્થસૂત્રમાં પ્રાયશ્ચિત્તના નવ ભેદ કહ્યા છેઆલોચના, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપના. ત્યાં દોષને યથાવત કહેવો તે આલોચના છે, દોષને મિથ્યા કરાવવો તે પ્રતિક્રમણ છે, આલોચન-પ્રતિક્રમણ બને કરાવવાં તે તદુભય છે, ભવિષ્યનો ત્યાગ કરાવવો તે વિવેક છે, કાયોત્સર્ગ કરાવવો તે વ્યુત્સર્ગ છે, અનશનાદિ તપ કરાવવો તે તપ છે, દીક્ષા છેદન કરવી અર્થાત ઘણા દિવસના દીક્ષિતને થોડા દિવસનો કરવો તે છેદ છે, સંઘ બહાર કરવો તે પરિહાર છે, તથા ફરીથી નવેસરથી દીક્ષા આપવી તે ઉપસ્થાપના છે. એ પ્રમાણે પ્રાયશ્ચિત નવ પ્રકારથી છે તથા તેમના પણ અનેક ભેદ છે. ત્યાં દેશ, કાળ, અવસ્થા, સામર્થ્ય અને દોષનું વિધાન જોઈ આચાર્ય યથાવિધિ પ્રાયશ્ચિત આપે છે તેને શ્રદ્ધાપૂર્વક અંગીકાર કરે પણ તેમાં સંશય ન કરે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #308
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશતપ ]
[ ૨૮૧ पुणरवि काउं णेच्छदि तं दोसं जइ वि जाइ सयखंडं। एवं णिच्छयसहिदो पायच्छित्तं तवो होदि।। ४५४ ।। पुनः अपि कर्तुं न इच्छति तं दोषं यद्यपि याति शतखण्डम्। एवं निश्चयसहितः प्रायश्चित्तं तपः भवति।। ४५४।।
અર્થ:- લાગેલા દોષનું પ્રાયશ્ચિત લઈને પાછો તે દોષને કરવા ન ઇચ્છ, પોતાના સેંકડો ખંડ થઈ જાય તોપણ તે દોષ ન કરે-એવા નિશ્ચયપૂર્વક પ્રાયશ્ચિત નામનું તપ હોય છે.
ભાવાર્થ:- ચિત્ત એવું દઢ કરે કે પોતાના શરીરના સેંકડો ખંડ થઈ જાય તો પણ પહેલાં લાગેલા દોષને ફરીથી ન લગાવે, તે પ્રાયશ્ચિત્તતપ છે.
जो चिंतइ अप्पाणं णाणसरूवं पुणो पुणो णाणी। विकहादिविरत्तमणो पायच्छित्तं वरं तस्स।।४५५।।
यः चिन्तयति आत्मानं ज्ञानस्वरूपं पुनः पुनः ज्ञानी। विकथादिविरक्तमनाः प्रायश्चित्तं वरं तस्य।। ४५५ ।।
અર્થ- જે જ્ઞાની મુનિ આત્માને વારંવાર ફરી ફરી જ્ઞાન સ્વરૂપ ચિંતવન કરે, વિકથાદિક પ્રમાદોથી વિરક્ત બની માત્ર જ્ઞાનને જ નિરંતર સેવન કરે તેને શ્રેષ્ઠ પ્રાયશ્ચિત હોય છે.
| ભાવાર્થ:- નિશ્ચયપ્રાયશ્ચિત્ત આ છે કે જેમાં સર્વ પ્રાયશ્ચિત્તના ભેદો ગર્ભિત છે, અર્થાત્ પ્રમાદરહિત થઈ પોતાના શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્માનું ધ્યાન કરવું કે જેનાથી સર્વ પાપોનો પ્રલય થાય છે. એ પ્રમાણે પ્રાયશ્ચિત નામનો અંતરંગતપનો ભેદ કહ્યો.
હવે ત્રણ ગાથામાં વિનયતપ કહે છે :विणओ पंचपयारो दंसणणाणे तहा चरित्ते य। बारसभेयम्मि तवे उवयारो बहुविहो णेओ।। ४५६ ।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #309
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨]
( [ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા विनयः पंचप्रकार: दर्शनज्ञाने तथा चारित्रे च। द्वादशभेदे तपसि उपचारः बहुविधः ज्ञेयः।। ४५६ ।।
અર્થ- વિનયના પાંચ પ્રકાર છે. દર્શનનો, જ્ઞાનનો, ચારિત્રનો, બાર ભેદરૂપ તપનો વિનય તથા બહુવિધ ઉપચારવિનય. दसणणाणचरित्ते सुविसुद्धो जो हवेइ परिणामो। बारसभेदे वि तवे सो चिय विणओ हवे तेसिं।। ४५७।। दर्शनज्ञानचारित्रे सुविशुद्धः यः भवति परिणामः। द्वादशभेदे अपि तपसि सः एव विनयः भवेत् तेषाम्।। ४५७।।
અર્થ:- દર્શન-જ્ઞાન-ચારિત્રમાં તથા બાર ભેદરૂપ તપમાં જે વિશુદ્ધપરિણામ થાય છે તે જ તેમનો વિનય છે.
ભાવાર્થ- સમ્યગ્દર્શનના શંકાદિક અતિચારરહિત પરિણામ થાય તે દર્શનવિનય છે, જ્ઞાનનો સંશયાદિરહિત પરિણામે અષ્ટાંગ અભ્યાસ કરવો તે જ્ઞાનવિનય છે, અતિચારરહિત અહિંસાદિ પરિણામપૂર્વક ચારિત્રનું પાલન કરવું તે ચારિત્રવિનય છે, એ જ પ્રમાણે તપોનાં ભેદોને નિરખી-દેખી નિર્દોષ તપ પાલન કરવું તે તપવિનય છે.
रयणत्तयजुत्ताणं अणुकूलं जो चरेदि भत्तीए। भिच्चो जह रायाणं उवयारो सो हवे विणओ।। ४५८ ।। रत्नत्रययुक्तानां अनुकूलं यः चरति भक्त्या। भृत्यः यथा राज्ञां उपचार: सः भवेत् विनयः।। ४५८ ।।
અર્થ - સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયના ધારક મુનિજનોનું અનુકૂળ ભક્તિપૂર્વક અનુચરણ કરે, જેમ રાજાનો નોકર રાજાને અનુકૂળ પ્રવર્તે છે તેમ, તે ઉપચારવિનય છે.
ભાવાર્થ- જેમ રાજાનો ચાકર-કિંકરલોક રાજાને અનુકૂળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #310
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશતપ].
[ ૨૮૩ પ્રવર્તે છે, તેની આજ્ઞા માન્ય કરે છે, તેના હુકમ પ્રમાણે પ્રવર્તે છે, તેને પ્રત્યક્ષ જોઈ ઉભા થઈ થવું-સન્મુખ જવું-હાથ જોડવા-પ્રણામ કરવાતે ચાલે ત્યારે તેની પાછળ પાછળ ચાલવું-અને તેના પોષાકાદિ ઉપકરણ સંભાળવાં (એ આદિ જેમ તે ચાકર કરે છે, તેમ જ મુનિજનોની ભક્તિ, તેમનો વિનય, તેમની આજ્ઞાનું પાલન, તેમને પ્રત્યક્ષ જોઈ ઊભા થઈ સન્મુખ જવું, હાથ જોડવા, પ્રણામ કરવા, તે ચાલે ત્યારે પાછળ પાછળ ચાલવું તથા તેમનાં ઉપકરણ સંભાળવાં ઇત્યાદિક તેમનો વિનય કરવો તે ઉપચારવિનય છે.
હવે બે ગાથામાં વૈયાવૃજ્યતપ કહે છે :जो उवयरदि जदीणं उवसग्गजराइखीणकायाणं। पूयादिसु णिरवेक्खं वेज्जावच्चं तवो तस्स।। ४५९ ।। यः उपचरति यतीनां उपसर्गजरादिक्षीणकायानाम्। पूजादिषु निरपेक्षं वैयावृत्त्यं तपः तस्य।। ४५९ ।।
અર્થ - કોઈ મુનિ-યતિ ઉપસર્ગથી પીડિત હોય તથા વૃદ્ધાવસ્થા વા રોગાદિકથી ક્ષીણકાય હોય તેમનો પોતાની ચેષ્ટાથી, ઉપદેશથી તથા અલ્પ વસ્તુથી ઉપકાર કરે તેને વૈયાવૃત્ય નામનું તપ હોય છે. તે કેવી રીતે કરે? પોતે પોતાનાં પૂજા-મહિમાદિની અપેક્ષા-વાંચ્છા રહિત જેમ બની શકે તેમ કરે.
ભાવાર્થ - પોતે નિસ્પૃહ બનીને મુનિજનોની ચાકરી કરે તે વૈયાવન્ય છે. આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષ્ય, ગ્લાન, ગણ, કૂલ, સંઘ, સાધુ અને મનોજ્ઞ એ દશ પ્રકારનાં યતિપુરુષ વૈયાવૃત્ય કરવા યોગ્ય કહ્યા છે. તેમનું યથાયોગ્ય, પોતાની શક્તિની વૃદ્ધિ માટે, વૈયાવૃત્ય કરે.
जो वावरइ सरूवे समदमभावम्मि सुद्धिउवजुत्तो। लोयववहारविरदो वेज्जावचं परं तस्स।। ४६० ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #311
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૪]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા यः व्यावृणोति स्वरूपे शमदमभावे शुद्ध्युपयुक्तः। लोकव्यवहारविरतः वैयावृत्त्यं परं तस्य।।४६०।।
અર્થ - જે મુનિ શમદમભાવરૂપ પોતાના આત્મસ્વરૂપમાં શુદ્ધોપયોગથી યુક્ત થઈને પ્રવર્તે છે તથા લોકવ્યવહારરૂપ બાહ્ય વૈયાવૃજ્યથી જે વિરક્ત છે તેમને ઉત્કૃષ્ટ (નિશ્ચય) વૈયાવૃત્ત્વ હોય છે.
ભાવાર્થ - શમ એટલે રાગદ્વેષરહિત સામ્યભાવ તથા દમ એટલે ઇન્દ્રિયોને વિષયોમાં ન જવા દેવી, એવા જે અમદમરૂપ પોતાના આત્મસ્વરૂપમાં જે મુનિ તલ્લીન હોય છે તેમને લોકવ્યવહારરૂપ બાહ્યવૈયાવૃજ્ય શા માટે હોય ? તેમને તો નિશ્ચયવૈયાવૃન્ય જ હોય છે. શુદ્ધોપયોગી મુનિજનોની આ રીત છે.
હવે છ ગાથાઓમાં સ્વાધ્યાયતપને કહે છે :परतत्तीणिरवेक्खो दुट्ठवियप्पाण णासणसमत्थो। तचविणिच्छयहेदू सज्झाओ झाणसिद्धियरो।। ४६१।। परतातिनिरपेक्षः दुष्टविकल्पानां नाशनसमर्थः। तत्त्वविनिश्चयहेतु: स्वाध्यायः ध्यानसिद्धिकरः ।। ४६१।।
અર્થ:- જે મુનિ પરનિન્દામાં નિરપેક્ષ છે–વાંચ્છારહિત છે તથા મનના દુર-ખોટા વિકલ્પોનો નાશ કરવામાં સમર્થ છે તેમને તત્ત્વનો નિશ્ચય કરવાના કારણરૂપ તથા ધ્યાનની સિદ્ધિ કરવાવાળું સ્વાધ્યાય નામનું તપ હોય છે.
ભાવાર્થ- જે પરનિંદા કરવામાં પરિણામ રાખે તથા મનમાં આર્ત-રૌદ્રધ્યાનરૂપ ખોટા વિકલ્પો ચિંતવન કર્યા કરે, તેનાથી શાસ્ત્રાભ્યાસરૂપ સ્વાધ્યાય શી રીતે થાય? માટે એ સર્વ છોડીને જે સ્વાધ્યાય કરે તેને તત્ત્વનો નિશ્ચય તથા ધર્મ-શુકલધ્યાનની સિદ્ધિ થાય. એવું સ્વાધ્યાયતપ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #312
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશતપ ]
[ ૨૮૫
पूयादिसु णिरवेक्खो जिणसत्थं जो पढेइ भत्तीए । कम्ममलसोहणद्वं सुयलाहो सुहयरो तस्स ।। ४६२ ।।
पूजादिषु निरपेक्ष: जिनशास्त्रं यः पठति भक्त्या । कर्ममलशोधनार्थं શ્રુતનામ: સુવર્: તસ્યા। ૪૬૨।।
અર્થ:- જે મુનિ પોતાનાં પૂજા-માહાત્મ્યાદિમાં તો નિરપેક્ષ હોય-વાંચ્છારહિત હોય તથા ભક્તિપૂર્વક, કર્મમળ શોધન અર્થે, શાસ્ત્રાભ્યાસ કરે તેને શ્રુતનો લાભ સુખદાયક થાય છે.
ભાવાર્થ:- જે પોતાના પૂજા-મહિમા આદિ માટે શાસ્ત્રાભ્યાસ કરે છે તેને શાસ્ત્રાભ્યાસ સુખકારક થતો નથી, પણ જે માત્ર કર્મક્ષય અર્થે જ જિનશાસ્ત્રનો અભ્યાસ કરે છે તેને તે સુખકારક થાય છે.
जो जिणसत्थं सेवदि पंडियमाणी फलं समीहंतो । साहम्मियपडिकूलो सत्थं पि विसं हवे तस्स ।। ४६३ ।।
यः जिनशास्त्रं सेवते पण्डितमानी फलं समीहन् । साधर्मिकप्रतिकूलः शास्त्रं अपि विषं भवेत् तस्य ।। ४६३।।
અર્થ:- જે પુરુષ જિનશાસ્ત્ર તો ભણે છે અને પોતાનાં પૂજાલાભ-સત્કાર ઇચ્છે છે તથા જે સાધર્મી-સમ્યગ્દષ્ટિ-જૈનજનોથી પ્રતિકૂળ છે તે પંડિતમન્ય છે. જે પોતે પંડિત તો નથી અને પોતાને પંડિત માને છે તેને પંડિતમન્ય કહે છે. એવાને એ જ શાસ્ત્ર વિષરૂપ પરિણમે છે
ભાવાર્થ:- જે જિનશાસ્ત્રનો અભ્યાસ કરીને પણ તીવ્રકષાયી તથા ભોગાભિલાષી હોય, જૈનીજનોથી પ્રતિકૂળતા રાખે, એવા પંડિતમન્યને શાસ્ત્ર જ વિષ થાય છે, તે મુનિ પણ હોય તોપણ તેને વેષધારી-પાખંડી જ કહીએ છીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #313
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬ ]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
जो जुद्धकामसत्थं रायदोसेहिं परिणदो पढइ । लोयावंचणहेदुं सज्झाओ णिप्फलो तस्स ।। ४६४ ।।
यः युद्धकामशास्त्रं रागद्वेषाभ्यां परिणतः पठति । लोकवञ्चनहेतुं स्वाध्यायः निष्फलं तस्य ।। ४६४।।
અર્થ:- જે પુરુષ યુદ્ધનાં તથા કામકથાનાં શાસ્ત્ર રાગદ્વેષ પરિણામપૂર્વક લોકોને ઠગવા માટે ભણે છે તેનો સ્વાધ્યાય નિષ્ફળ છે.
ભાવાર્થ:- જે પુરુષ યુદ્ધનાં, કામકુતૂહલનાં, મંત્રજ્યોતિષ-વૈદક આદિનાં લૌકિકશાસ્ત્રો લોકોને ઠગવા અર્થે ભણે છે તેને સ્વાધ્યાય શાનો? અહીં કોઈ પ્રશ્ન કરે કે-મુનિ અને પંડિતપુરુષો તો બધાંય શાસ્ત્રો ભણે છે; જો એમ છે તો તેઓ શા માટે ભણે છે? તેનું સમાધાન-અહીં રાગદ્વેષથી પોતાના વિષય-આજીવિકાદિક પોષવા માટે, લોકોને ઠગવા માટે, જે ભણે છે તેનો નિષેધ છે પણ જે ધર્માર્થી થયો થકો કાંઈક (પારમાર્થિક) પ્રયોજન જાણી એ શાસ્ત્રોને ભણે, જ્ઞાન વધારવા માટે, પરોપકાર કરવા માટે, પુણ્ય-પાપનો વિશેષ નિર્ણય કરવા માટે, સ્વ-૫૨મતની ચર્ચા જાણવા માટે અને પંડિત હોય તો ધર્મની પ્રભાવના થાય તેથી અર્થાત્ ‘જૈનમતમાં આવા પંડિત છે' ઇત્યાદિ પ્રયોજન માટે, એવા શાસ્ત્રાભ્યાસનો નિષેધ નથી, પરંતુ માત્ર દુષ્ટ અભિપ્રાયથી ભણે તેનો નિષેધ છે.
जो अप्पाणं जाणदि असुइसरीरादु तच्चदो भिण्णं । जाणगरूवसरूवं सो सत्थं નાખવે સર્વાં।।૪૬૬।। यः आत्मानं जानाति अशुचिशरीरात् तत्त्वतः भिन्नम् । ज्ञायकरूपस्वरूपं स: शास्त्रं जानाति सर्वम् ।। ४६५ ।। અર્થ:- જે મુનિ આ અપવિત્ર શરીરથી પોતાના આત્માને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #314
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
દ્વાદશતપ ]
[ ૨૮૭
૫૨માર્થે ભિન્ન-જ્ઞાયકસ્વરૂપ જાણે છે તેણે સર્વ શાસ્ત્રો જાણ્યાં.
ભાવાર્થ:- જે મુનિ શાસ્ત્રાભ્યાસ અલ્પ પણ કરે છે પરંતુ જો પોતાના આત્માનું સ્વરૂપ આ અશુચિમય શરીરથી ભિન્ન, શાયક (દેખવા-જાણવાવાળું) શુદ્ધોપયોગરૂપ છે એમ જાણે છે તો તે બધાંય શાસ્ત્રો જાણે છે, પરંતુ જેણે પોતાનું સ્વરૂપ તો જાણ્યું નહિ અને ઘણાં શાસ્ત્રો ભણ્યો તો તેથી શું સાધ્ય થયું?
जो गवि जाणदि अप्पं णाणसरूवं सरीरदो भिण्णं । सो वि जाणदि सत्थं आगमपाढं कुणंतो वि ।। ४६६ ।।
यः न अपि जानाति आत्मानं ज्ञानस्वरूपं शरीरतः भिन्नम् । सः न अपि जानाति शास्त्रं आगमपाठं कुर्वन् अपि ।। ४६६।।
અર્થ:- જે મુનિ પોતાના આત્માને જ્ઞાનસ્વરૂપ અને શરીરથી ભિન્ન જાણતો નથી તે આગમનો પાઠ કરે છે તોપણ શાસ્ત્રને જાણતો નથી
ભાવાર્થ:- જે મુનિ શ૨ી૨થી ભિન્ન એવા જ્ઞાનસ્વરૂપ આત્માને જાણતો નથી તે ઘણો શાસ્ત્રાભ્યાસ કરે છે તોપણ અભ્યાસ વિનાનો જ છે. શાસ્ત્રાભ્યાસનો સાર તો આ છે કે પોતાનું સ્વરૂપ જાણી રાગદ્વેષરહિત થવું. હવે જો શાસ્ત્ર ભણીને પણ જો એમ ન થયું તો તે શું ભણ્યો ? પોતાનું સ્વરૂપ જાણી તેમાં સ્થિર થવું તે નિશ્ચય સ્વાધ્યાયતપ છે. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ એ પ્રમાણે પાંચ પ્રકારનો વ્યવહાર સ્વાધ્યાય છે અને તે વ્યવહાર પણ નિશ્ચયના માટે હોય તો તે વ્યવહાર સાચો છે; બાકી તો નિશ્ચય વિનાનો વ્યવહા૨ થોથું છે.
હવે વ્યુત્સર્ગતપ કહે છે :जल्लमललित्तगत्तो दुस्सहवाहीसु णिप्पडियारो । मुहधोवणादिविरओ भोयणसेज्जादिणिरवेक्खो ।। ४६७ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #315
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ससरूवचिंतणरओ दुज्जणसुयणाण जो हु मज्झत्थो। देहे वि णिम्ममत्तो काओसग्गो तवो तस्स।।४६८।।
जल्लमललिप्तगात्रः दुःसहव्याधिषु निःप्रतीकारः। मुखधोवनादिविरत: भोजनशय्यादिनिरपेक्षः।। ४६७।। स्वस्वरूपचिन्तनरतः दुर्जनसज्जनानां यः स्फुटं मध्यस्थः। देहे अपि निर्ममत्व: कायोत्सर्ग तपः तस्य।। ४६८।।
અર્થ:- જે મુનિ જલ્લ અર્થાત્ પરસેવ તથા મળથી લિસ શરીરયુક્ત હોય, સહન ન થઈ શકે એવો તીવ્ર રોગ થવા છતાં પણ તેનો પ્રતિકાર-ઇલાજ કરે નહિ, મુખ ધોવું આદિ શરીરનો સંસ્કાર ન કરે, ભોજન-શૈય્યાદિની વાંચ્છા ન કરે, પોતાના
સ્વરૂપ-ચિંતવનમાં રત-લીન હોય, દુર્જન-સર્જનમાં મધ્યસ્થ હોય, શત્રુ-મિત્ર બંનેને બરાબર જાણે, ઘણું શું કહીએ, દેહમાં પણ મમત્વ રહિત હોય, તેમને કાયોત્સર્ગ નામનું તપ હોય છે. મુનિ કાયોત્સર્ગ કરે ત્યારે સર્વ બાહ્યાભ્યતરપરિગ્રહનો ત્યાગ કરી, સર્વ બાહ્ય આહારવિહારાદિ ક્રિયાથી પણ રહિત થઈ, કાયાથી મમત્વ છોડી, માત્ર પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મામાં રાગદ્વેષરહિત શુદ્ધોપયોગરૂપ થઈ તલ્લીન થાય છે; તે વેળા ભલે અનેક ઉપસર્ગ આવે, રોગ આવે તથા કોઈ શરીરને કાપી જાય, છતાં તેઓ સ્વરૂપથી ચલિત થતા નથી તથા કોઈથી રાગદ્વેષ ઉપજાવતા નથી; તેમને કાયોત્સર્ગતપ હોય છે.
जो देहपालणपरो उवयरणादीविसेससंसत्तो। बाहिरववहाररओ काओसग्गो कुदो तस्स।। ४६९ ।।
य: देहपालनपर: उपकरणादिविशेषसंसक्तः। बाह्यव्यवहाररत: कायोत्सर्ग: कुत: तस्य।। ४६९।।
અર્થ:- જે મુનિ દેહપાલનમાં તત્પર હોય, ઉપકરણાદિમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #316
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશત૫]
[ ૨૮૯ વિશેષ આસક્ત હોય, લોકરંજન કરવા માટે બાહ્યવ્યવહારમાં લીન હોય-તત્પર હોય તેને કાયોત્સર્ગતપ કયાંથી હોય?
- ભાવાર્થ- જે મુનિ “લોકો જાણે કે આ મુનિ છે' એમ વિચારી બાહ્યવ્યવહાર પૂજા-પ્રતિષ્ઠાદિ તથા ઈર્યાસમિતિ આદિ ક્રિયામાં તત્પર હોય, આહારાદિ વડે દેપાલન કરવું, ઉપકરણાદિની વિશેષ સાર-સંભાળ કરવી, તથા શિષ્યજનાદિથી ઘણી મમતા રાખી પ્રસન્ન થવું ઇત્યાદિમાં લીન હોય, પણ જેને પોતાના આત્મસ્વરૂપનો યથાર્થ અનુભવ નથી તથા તેમાં કદી પણ તલ્લીન થતો જ નથી, અને કાયોત્સર્ગ પણ કરે તો ઊભા રહેવું આદિ બાહ્યવિધાન પણ કરી લે છતાં તેને કાયોત્સર્ગતપ કહેતા નથી (કારણ કે-) નિશ્ચય વિનાનો બાહ્યવ્યવહાર નિરર્થક છે.
હવે ધ્યાન નામના તપનું વિસ્તારથી વર્ણન કરે છે:अंतोमुहुत्तमेत्तं लीणं वत्थुम्मि माणसं णाणं। झाणं भण्णदि समए असुहं च सुहं च तं दुविहं।। ४७० ।।
अन्तर्मुहूर्त्तमात्रं लीनं वस्तुनि मानसं ज्ञानम्। ध्यानं भण्यते समये अशुभं च शुभं च तत् द्विविधम्।। ४७०।।
અર્થ - મનસંબંધી જ્ઞાન વસ્તુમાં અંતર્મુહૂર્તમાત્ર લીન થવુંએકાગ્ર થવું તેને સિદ્ધાન્તમાં ધ્યાન કહ્યું છે, અને તે શુભ તથા અશુભ એવા બે પ્રકારનું કહ્યું છે.
ભાવાર્થ- પરમાર્થથી જ્ઞાનનો એકાગ્ર ઉપયોગ એ જ ધ્યાન છે, અર્થાત જ્ઞાનનો ઉપયોગ એક જ્ઞયવસ્તુમાં અંતર્મુહૂર્ત માત્ર એકાગ્ર સ્થિર થાય તે ધ્યાન છે અને તે શુભ તથા અશુભ એવા બે પ્રકારથી છે.
હવે શુભ-અશુભ ધ્યાનનાં નામ તથા સ્વરૂપ કહે છે:
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #317
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૦]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા असुहं अट्ट-रउदं धम्मं सुक्कं च सुहयरं होदि। अर्से तिव्वकसायं तिव्वतमकसायदो रुदं ।। ४७१।।
अशुभं आर्त-रौद्रं धर्म्य शुक्लं च शुभकरं भवति। आर्त तीव्रकषायं तीव्रतमकषायत: रौद्रम्।। ४७१।।
અર્થ - આર્ત અને રૌદ્ર એ બંને તો અશુભધ્યાન છે તથા ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ બંને શુભ તથા શુભતર છે. તેમાં પ્રથમનું આર્તધ્યાન તો તીવ્રકષાયથી થાય છે તથા રૌદ્રધ્યાન અતિ તીવ્રકષાયથી થાય છે. मंदकसायं धम्मं मंदतमकसायदो हवे सुक्कं । अकसाए वि सुयड्ढे केवलणाणे वि तं होदि।। ४७२।। मन्दकषायं धर्म्यं मन्दतमकषायत: भवेत् शुक्लम्। अकषाये अपि श्रुताढ्ये केवलज्ञाने अपि तत् भवति।।४७२।।
અર્થ- ધર્મધ્યાન મંદકષાયથી થાય છે, અને શુક્લધ્યાન મહામુનિ શ્રેણી ચઢે ત્યારે તેમને અતિશય ગંદકપાયથી થાય છે, તથા કષાયનો અભાવ થતાં શ્રુતજ્ઞાની- ઉપશાંતકષાયી, ક્ષીણકષાયીને તથા કેવળજ્ઞાની-સુયોગકેવળી, અયોગકેવળીને પણ શુક્લધ્યાન હોય છે.
ભાવાર્થ - પંચપરમેષ્ઠી, દશલક્ષણસ્વરૂપધર્મ તથા આત્મસ્વરૂપમાં વ્યક્ત ( પ્રગટ) રાગ સહિત ઉપયોગ એકાગ્ર થાય છે ત્યારે તે મંદકષાય સહિત છે એમ કહ્યું છે અને એ જ ધર્મધ્યાન છે. તથા શુકલધ્યાન છે ત્યાં ઉપયોગમાં વ્યક્ત રાગ તો નથી અર્થાત્ પોતાના અનુભવમાં પણ ન આવે એવા સૂક્ષ્મ રાગ સહિત (મુનિ ) શ્રેણી ચઢે છે ત્યાં આત્મપરિણામ ઉજ્જવળ હોય છે તેથી પવિત્ર ગુણના યોગથી તેને શુક્લ કહ્યું છે. મંદતમ કષાયથી અર્થાત અતિશય મંદ કષાયથી તે હોય છે તથા કષાયનો અભાવ થતાં પણ કહ્યું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #318
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશત૫]
[ ૨૯૧ હવે આર્તધ્યાન કહે છે:दुक्खयरविसयजोए केम इमं चयदि इदि विचिंतंतो। चेट्ठदि जो विक्खित्तो अट्टज्झाणं हवे तस्स।। ४७३।। मणहरविसयविओगे कहं तं पावेमि इदि वियप्पो जो। संतावेण पयट्टो सो च्चिय अर्से हवे झाणं ।। ४७४।। दु:खकरविषययोगे कथं इमं त्यजति इति विचिन्तयन्। चेष्टते यः विक्षिप्तः आर्तध्यानं भवेत् तस्य।। ४७३।। मनोहरविषयवियोगे कथं तत् प्राप्नोमि इति विकल्पः यः। सन्तापेन प्रवृत्त: तत् एव आर्तं भवेत् ध्यानम्।। ४७४
અર્થ- દુઃખકારી વિષયનો સંયોગ થતાં જે પુરુષ આવું ચિંતવન કરે કે “આ મારાથી કેવી રીતે દૂર થાય ?' વળી તેના સંયોગથી વિક્ષિચિત્તવાળો થયો થકી ચેષ્ટા કરે તથા રુદનાદિક કરે તેને આર્તધ્યાન હોય છે. વળી જે મનોહર-વહાલી વિષય-સામગ્રીનો વિયોગ થતાં આ પ્રમાણે ચિંતવન કરે કે તેને હવે હું શી રીતે પામું?' એમ તેના વિયોગથી સંતાપરૂપ-દુઃખરૂપ પ્રવર્તે તે પણ આર્તધ્યાન છે.
ભાવાર્થ- સામાન્યપણે દુઃખ-કલેશરૂપ પરિણામ છે તે આર્તધ્યાન છે. તે દુઃખમાં એવો લીન રહે કે બીજી કોઈ ચેતનતા (જાગૃતિ) જ રહે નહિ. એ આર્તધ્યાન બે પ્રકારથી કહ્યું છે. પ્રથમ તો દુ:ખકારી સામગ્રીનો સંયોગ થતાં તેને દૂર કરવાનું ધ્યાન રહે, તથા બીજું ઈષ્ટ-સુખકારી સામગ્રીનો વિયોગ થતાં તેને ફરીથી મેળવવાનું ચિંતવન-ધ્યાન રહે તે આર્તધ્યાન છે. અન્ય ગ્રંથોમાં તેના ચાર ભેદ કહ્યા છે-ઈષ્ટવિયોગનું ચિંતવન, અનિસંયોગનું ચિંતવન, પીડાનું ચિંતવન તથા નિદાનબંધચિંતવન. અહીં બે કહ્યા તેમાં આ ચારે ગર્ભિત થઈ જાય છે. અનિષ્ટસંયોગ દૂર કરવામાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #319
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૨]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
પીડા-ચિંતવન આવી જાય છે તથા ઇષ્ટને મેળવવાની વાંચ્છામાં નિદાનબંધ આવી જાય છે. એ બંને ધ્યાન અશુભ છે, પાપબંધ કરનારાં છે; માટે ધર્માત્માપુરુષોએ તે તજવા યોગ્ય છે.
હવે રૌદ્રધ્યાન કહે છે:
हिंसाणंदेण जुदो असचवयणेण परिणदो जो दु । तत्थेव अथिरचित्तो रुद्दं झाणं हवे तस्स ।। ४७५ ।।
हिंसानन्देन युत: असत्यवचनेन परिणतः यः तु । तत्र एव अस्थिरचित्तः रौद्रं ध्यानं भवेत् तस्य ।। ४७५ ।।
અર્થ:- જે પુરુષ હિંસામાં આનંદયુક્ત હોય, અસત્યવચનરૂપ પરિણમતો રહે અને ત્યાં જ વિક્ષિતચિત્ત રહે તેને રૌદ્રધ્યાન હોય છે.
ભાવાર્થ:- જીવઘાત કરવો તે હિંસા છે. એ કરીને જે અતિ હર્ષ માને, શિકારાદિમાં અતિ આનંદથી પ્રવર્તે, ૫૨ને વિઘ્ન થતાં અતિ સંતુષ્ટ થાય, જૂઠવચન બોલી તેમાં પોતાનું પ્રવીણપણું માને તથા પરદોષ નિરંતર દેખ્યા કરે-હ્યા કરે અને તેમાં આનંદ માને તે બધું રૌદ્રધ્યાન છે. એ પ્રમાણે આ બે ભેદ રૌદ્રધ્યાનના કહ્યા.
હવે (રૌદ્રધ્યાનના ) બીજા બે ભેદ કહે છે:
परविसयहरणसीलो सगीयविसए सुरक्खणे दक्खो । तग्गयचिंताविट्ठो णिरंतरं तं पि रुदं पि ।। ४७६ ।।
परविषयहरणशीलः स्वकीयविषये सुरक्षणे दक्षः । तद्गतचिन्ताविष्टः निरन्तरं तदपि रौद्रं अपि ।। ४७६ ।।
અર્થ:- જે પુરુષ ૫૨ની વિષયસામગ્રી હરવાના સ્વભાવવાળો હોય, પોતાની વિષયસામગ્રીની રક્ષા કરવામાં પ્રવીણ હોય તથા એ બંને કાર્યોમાં નિરંતર ચિત્ત તલ્લીન રાખ્યા કરે તે પુરુષને એ પણ રૌદ્રધ્યાન જ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #320
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશતપ]
[૨૯૩ ભાવાર્થ- પરસંપદા ચોરવામાં પ્રવીણ હોય, ચોરી કરીને હર્ષ માને, પોતાની વિષયસામગ્રી રાખવાનો અતિ પ્રયત્ન કરે, તેની રક્ષા કરીને ખુશી થાય એ પ્રમાણે આ (ચૌર્યાનંદ તથા વિષયસંરક્ષણાનંદ) બે ભેદ પણ રૌદ્રધ્યાનના છે. આ ચારે ભેદરૂપ રૌદ્રધ્યાન અતિ તીવ્રકષાયના યોગથી થાય છે-મહા પાપરૂપ છે તથા મહા પાપબંધના કારણરૂપ છે. ધર્માત્માપુરુષ એવા ધ્યાનને દૂરથી જ છોડે છે. જેટલાં કોઈ જગતને ઉપદ્રવનાં કારણો છે તેટલાં રૌદ્રધ્યાનયુક્ત પુરુષથી બને છે. જે પાપ કરી ઊલટો હર્ષ માને-સુખ માને તેને ધર્મોપદેશ પણ લાગતો નથી, તે તો અચેત જેવો અતિ પ્રમાદી બની પાપમાં જ મસ્ત રહે છે.
હવે ધર્મધ્યાન કહે છે:बिण्णि वि असुहे झाणे पावणिहाणे य दुक्खसंताणे। णच्चा दूरे वजह धम्मे पुण आयरं कुणह।। ४७७।। द्वे अपि अशुभे ध्याने पापनिधाने च दुःखसन्ताने। ज्ञात्वा दूरे वर्जत धर्मे पुनः आदरं कुरुत।।४७७।।
અર્થ - હે ભવ્યપ્રાણી ! આ બંને આર્ત-રૌદ્રધ્યાન અશુભ છે. એનો, પાપનાં નિધાનરૂપ અને દુઃખનાં સંતાનરૂપ જાણી, દૂરથી જ ત્યાગ કરો અને ધર્મધ્યાનમાં આદર કરો !
ભાવાર્થ- આર્ત-રૌદ્ર બંને ધ્યાન અશુભ છે, પાપથી ભરેલાં છે અને એમાં દુઃખની જ પરંપરા ચાલ્યા કરે છે, માટે એનો ત્યાગ કરી ધર્મધ્યાન કરવાનો શ્રીગુરુનો ઉપદેશ છે.
હવે ધર્મનું સ્વરૂપ કહે છેઃधम्मो वत्थुसहावो खमादिभावो य दसविहो धम्मो। रयणत्तयं च धम्मो जीवाणं रक्खणं धम्मो।। ४७८।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #321
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪]
[સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા
धर्मः वस्तुस्वभावः क्षमादिभावः च दशविधः धर्मः । रत्नत्रयं च धर्मः जीवानां रक्षणं ધર્મ:।।૪૭૮।।
અર્થ:- વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે, જેમ જીવનો જે દર્શનજ્ઞાનસ્વરૂપ ચૈતન્યસ્વભાવ છે તે જ તેનો ધર્મ છે. વળી દસ પ્રકારના ક્ષમાદિ ભાવ તે પણ ધર્મ છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય છે તે ધર્મ છે તથા જીવોની રક્ષા કરવી તે પણ ધર્મ છે.
ભાવાર્થ:- અભેદવિવક્ષાથી તો વસ્તુનો સ્વભાવ છે તે જ ધર્મ છે અર્થાત્ જીવનો ચૈતન્યસ્વભાવ છે તે જ તેનો ધર્મ છે, ભેદવિવક્ષાથી ઉત્તમક્ષમાદિ દશલક્ષણ તથા રત્નત્રયાદિક છે તે ધર્મ છે. નિશ્ચયથી પોતાના ચૈતન્યની રક્ષા કરવી અર્થાત્ વિભાવપરિણતિરૂપ ન પરિણમવું તે ધર્મ છે તથા વ્યવહા૨થી ૫૨જીવોને વિભાવરૂપ દુઃખકલેશરૂપ ન કરવા અર્થાત્ તેના જ ભેદરૂપ અન્ય જીવોને પ્રાણાંત ન કરવા તે પણ ધર્મ છે.
હવે કેવા જીવને ધર્મધ્યાન હોય તે કહે છે:
धम्मे यग्गमणो जो णवि वेदेदि पंचहा-विसयं । वेरग्गमओ णाणी धम्मज्झाणं हवे तस्स ।। ४७९ ।। धर्मे एकाग्रमनाः यः नैव वेदयति पंचधाविषयम्। वैराग्यमयः ज्ञानी धर्मध्यानं भवेत् तस्य ।। ४७९।।
અર્થ:- જે જ્ઞાનીપુરુષ ધર્મમાં એકાગ્રચિત્ત થઈ વર્તે, પાંચે ઇન્દ્રિયોના વિષયોને ન વેઠે ( અનુભવે ) તથા વૈરાગ્યમય હોય તે જ્ઞાનીને ધર્મધ્યાન હોય છે.
ભાવાર્થ:- ધ્યાનનું સ્વરૂપ એક શૈયમાં જ્ઞાનનું એકાગ્ર થવું તે છે. જે પુરુષ ધર્મમાં એકાગ્રચિત્ત કરે છે તે કાળમાં તે ઇન્દ્રિયવિષયોને વેદતો નથી અને તેને જ ધર્મધ્યાન હોય છે. તેનું મૂળ કારણ સંસારદે–ભોગથી વૈરાગ્ય છે, કારણ કે વૈરાગ્ય વિના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #322
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશત૫]
[ ૨૯૫ ધર્મમાં ચિત્ત થંભતું નથી.
सुविसुद्धरायदोसो बाहिरसंकप्पवजिओ धीरो। एयग्गमणो संतो जं चिंतइ तं पि सुहज्झाणं।। ४८०।। सुविशुद्धरागद्वेषः बाह्यसंकल्पवर्जितः धीरः। एकाग्रमनाः सन् यत् चिन्तयति तदपि शुभध्यानम्।।४८०।।
અર્થ- જે પુરુષ રાગદ્વેષરહિત થઈ, બાહ્યસંકલ્પોથી છૂટી, ધીરચિત્તથી એકાગમનવાળો થઈ જે ચિંતવન કરે છે તે પણ શુભધ્યાન
ભાવાર્થ- જે રાગદ્વેષમયી પરવસ્તુ સંબંધી સંકલ્પ છોડીકોઈનો ચલાવ્યો પણ ન ચળે એવો એકાગ્રચિત્ત બની ચિંતવન કરે છે તે પણ શુભધ્યાન છે. ससरूवसमुब्भासो णट्ठममत्तो जिदिदिओ संतो। अप्पाणं चिंतंतो सुहझाणरओ हवे साहू।। ४८१ ।। स्वस्वरूपसमुद्भासः नष्टममत्वः जितेन्द्रियः सन्। आत्मानं चिन्तयन् शुभध्यानरत: भवेत् साधुः।। ४८१।।
અર્થ:- જે સાધુ, પોતાના સ્વસ્વરૂપનો સમુભાસ એટલે પ્રગટતા થઈ છે જેને એવો થયો થકો, પરદ્રવ્યમાં નષ્ટ થયું છે મમત્વ જેને એવો બનીને, જીત્યા છે ઇન્દ્રિયવિષય જેણે એવો થઈ એક આત્માનું ચિંતવન કરતો થકો પ્રવર્તે છે તે સાધુ શુભ ધ્યાનમાં લીન હોય છે.
ભાવાર્થ- જેને પોતાના સ્વસ્વરૂપનો પ્રતિભાસ થયો હોય, જે પરદ્રવ્યમાં મમત્વ ન કરતો હોય, અને ઇન્દ્રિયોને વશ કરે, એ પ્રમાણે જે આત્માનું ચિંતવન કરે તે સાધુ શુભ ધ્યાનમાં લીન હોય છે. બીજાને શુભ ધ્યાન હોતું નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #323
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૬] .
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા वजियसयलवियप्पो अप्पसरूवे मणं णिरूंधंतो। जं चिंतदि साणंदं तं धम्मं उत्तमं झाणं।। ४८२।। वर्जितसकलविकल्पः आत्मस्वरूपे मनः निरुन्धन्। यत् चिन्तयति सानन्दं तत् धर्म्य उत्तमं ध्यानम्।। ४८२।।
અર્થ - જે બધાય અન્ય વિકલ્પોને છોડી, આત્મસ્વરૂપમાં મનને રોકી આનંદ સહિત ચિંતવન હોય તે ઉત્તમ ધર્મધ્યાન છે.
ભાવાર્થ- સમસ્ત અન્ય વિકલ્પરહિત આત્મસ્વરૂપમાં મનને સ્થિર કરવાથી જે આનંદરૂપ ચિંતવન રહે છે તે ઉત્તમ ધર્મધ્યાન છે. અહીં સંસ્કૃત ટીકાકારે અન્ય ગ્રંથાનુસાર ધર્મધ્યાનનું વિશેષ કથન કર્યું છે; તેને સંક્ષેપમાં લખીએ છીએ -
ધર્મધ્યાનના ચાર ભેદ કહ્યા છે. આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય તથા સંસ્થાનવિચર્યો. ત્યાં જીવાદિક છે દ્રવ્ય, પંચાસ્તિકાય, સાર તત્ત્વ અને નવ પદાર્થોનાં વિશેષ સ્વસ્વરૂપ-વિશિષ્ટ ગુરુના અભાવથી તથા પોતાની મંદબુદ્ધિવશ પ્રમાણ-નય નિક્ષેપથી સાધી શકાય એવું (સ્વરૂપ) જાણ્યું ન જાય ત્યારે એવું શ્રદ્ધાન કરે કે જે સર્વજ્ઞવીતરાગદેવે કહ્યું છે તે મારે પ્રમાણ છે” એ પ્રમાણે આજ્ઞા માની તે અનુસાર પદાર્થોમાં ઉપયોગને સ્થિર કરે તે આજ્ઞાવિચય-ધર્મધ્યાન
“અપાય” નામ નાશનું છે. ત્યાં જેમ કર્મોનો નાશ થાય તેમ ચિંતવે, મિથ્યાત્વભાવ એ ધર્મમાં વિપ્નનું કારણ છે તેનું ચિંતવન રાખે અર્થાત્ તે પોતાનામાં ન થવા દેવાનું અને પરને મટવાનું ચિંતવન રાખે તે અપાયરિચય છે.
વિપાક' નામ કર્મના ઉદયનું છે. ત્યાં જેવો કર્મનો ઉદય
१. सूक्ष्मं जिनोदितं तत्त्वं हेतुभि व हन्यते।
आज्ञासिद्धं तु तद्ग्राह्यं नान्यथावादिनो जिनाः।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #324
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
દ્વાદશતપ ]
[ ૨૯૭
થાય તેના તેવા સ્વરૂપનું ચિંતવન કરે તે વિપાકવિચય છે.
અને લોકના સ્વરૂપનું ચિંતવન કરે તે સંસ્થાનવિચય છે.
૧
વળી આ ધર્મધ્યાન દશપ્રકારથી પણ કહ્યું છે-અપાયવિચય, ઉપાયવિચય, જીવવિચય, આજ્ઞાવિચય, વિપાકવિચય, અજીવવિચય, હેતુવિચય, વિરાગવિચય, ભવિચય અને સંસ્થાનવિચય. એ પ્રમાણે આ દશેનું ચિંતવન છે તે આ ચારે ભેદોના વિશેષભેદ છે. વળી પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત-એવા ચાર ભેદરૂપ પણ ધર્મધ્યાન હોય છે. ત્યાં પદ તો અક્ષરોના સમુદાયનું નામ છે અને તે પરમેષ્ઠીવાચક અક્ષર છે જેની મંત્ર સંજ્ઞા છે. એ અક્ષરોને પ્રધાન કરી પરમેષ્ઠીનું ચિંતવન કરે ત્યાં તે અક્ષરમાં એકાગ્રચિત્ત થાય તેને તેનું ધ્યાન કહે છે. ત્યાં નમોકારમંત્રના પાંત્રીસ અક્ષરો પ્રસિદ્ધ છે; તેમાં મનને જોડે તથા તે જ મંત્રના ભેદરૂપ ટૂંકામાં સોળ અક્ષરો છે. ‘અરહંતસિદ્ધ-આયરિય-ઉવઝાય-સાહૂઁ' એ સોળ અક્ષર છે તથા તેના જ ભેદરૂપ ‘અરહંત-સિદ્ધ' એ છ અક્ષર છે અને તેના જ સંક્ષેપમાં અ-સિ-આ-ઉ-સા ' એ આદિ અક્ષરરૂપ પાંચ અક્ષર છે; અરહંત એ ચાર અક્ષર છે, ‘સિદ્ધ’ વા અ’ એ બે અક્ષર છે. ‘ૐ’ એ એક અક્ષર છે. તેમાં પરમેષ્ઠીના સર્વ આદિ અક્ષરો છે. અ૨હંતનો ઞ, અશરીરી જે સિદ્ધ તેનો અ, આચાર્યનો આ,
૨
"
'
पदस्थं मन्त्रवाक्यस्थं पिण्डस्थं स्वात्मचिन्तनम्। रूपस्थं सर्वचिद्रूपं रूपातीतं निरञ्जनम्।। णमो अरहंताणं णमो सिद्धांण णमो आइरियाणं । णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं ।। अर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यो नमः।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
૬.
૨.
Page #325
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૮]
[ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા ઉપાધ્યાયનો ૩, અને મુનિનો , એ પ્રમાણે “3+ અને ૩+ + =35' એવો ધ્વનિ સિદ્ધ થાય છે. એ મંત્રવાકયોને ઉચ્ચારણરૂપ કરી મનમાં તેનું ચિતવનરૂપ ધ્યાન કરે, એનો વાચ્ય અર્થ જે પરમેષ્ઠી તેનું અનંતજ્ઞાનાદિ સ્વરૂપ વિચારી ધ્યાન કરે તથા અન્ય પણ બાર હજાર શ્લોકપ્રમાણ નમસ્કારગ્રંથ અનુસાર તથા લઘુબૃહસિદ્ધચક્ર અને પ્રતિષ્ઠાગ્રંથોમાં મંત્રો કહ્યા છે તેનું ધ્યાન કરે. એ મંત્રોનું કેટલુંક કથન સંસ્કૃત-ટીકામાં છે ત્યાંથી જાણવું, અહીં તો માત્ર સંક્ષેપમાં લખ્યું છે. એ પ્રમાણે પદસ્થધ્યાન છે.
વળી “પિંડ' નામ શરીરનું છે, ત્યાં પુરુષાકાર અમૂર્તિક અનંત ચતુષ્ટયયુક્ત જેવું પરમાત્માનું સ્વરૂપ છે તેવું આત્માનું ચિંતવન કરવું તે પિંડસ્થધ્યાન છે.
વળી “રૂપ” અર્થાત્ સમવસરણમાં ઘાતિકર્મ રહિત, ચોત્રીસ અતિશય અને આઠ પ્રાતિહાર્ય સહિત, અનંત ચતુષ્ટયમંડિત, ઇન્દ્રાદિ દેવો દ્વારા પૂજ્ય તથા પરમૌદારિકશરીરયુક્ત એવા અરિહંતને ધ્યાવે, તથા એવો જ સંકલ્પ પોતાના આત્માના સંબંધમાં કરીને પોતાને ધ્યાવે તે રૂપસ્થધ્યાન છે.
વળી દેહ વિના, બાહ્ય અતિશયાદિ વિના, સ્વ-પરના ધ્યાતાધ્યાન-ધ્યેયના ભેદ વિના, સર્વ વિકલ્પરહિત પરમાત્મસ્વરૂપમાં તલ્લીનતાને પ્રાપ્ત થાય તે રૂપાતીતધ્યાન છે. આવું ધ્યાન સાતમા ગુણસ્થાનમાં હોય ત્યારે મુનિ શ્રેણિ માંડ છે, તથા આ ધ્યાન વ્યક્ત રાગ સહિત ચોથા ગુણસ્થાનથી માંડી સાતમાં ગુણસ્થાન સુધી અનેક ભેદરૂપ પ્રવર્તે છે.
હવે પાંચ ગાથામાં શુક્લધ્યાન કહે છે -
अरहंता असरीरा आयरिया तह उवज्झया मुणिणो। पढमक्खरणिप्पण्णो ओंकारो पंचपरमेट्ठी।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #326
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશતપ ]
[ ૨૯૯ जत्थ गुणा सुविसुद्धा उवसमखमणं च जत्थ कम्माणं। लेसा वि जत्थ सुक्का तं सुक्कं भण्णदे झाणं ।। ४८३।। यत्र गुणाः सुविशुद्धाः उपशमक्षपणं च यत्र कर्मणाम्। लेश्या अपि यत्र शुक्ला तत् शुक्लं भण्यते ध्यानम्।। ४८३ ।।
અર્થ - જ્યાં, વ્યક્ત કષાયના અનુભવ રહિત ભલા પ્રકારથી, જ્ઞાનોપયોગાદિ ગુણો વિશુદ્ધ-ઉજ્જવલ હોય, કર્મોનો જ્યાં ઉપશમ કે ક્ષય હોય તથા જ્યાં લેશ્યા પણ શુક્લ જ હોય તેને શુક્લધ્યાન કહે છે.
ભાવાર્થ-આ સામાન્યપણે શુકલધ્યાનનું સ્વરૂપ કહ્યું. વિશેષ હવે કહે છે. વળી કર્મોનું ઉપશમન તથા ક્ષપણાનું વિધાન અન્ય ગ્રંથાનુસાર ટીકાકારે લખ્યું છે તે પણ હવે કહીશું.
હવે શુકલધ્યાનના વિશેષ (ભેદો ) કહે છે:पडिसमयं सुज्झंतो अणंतगुणिदाए उभयसुद्धीए। पढमं सुक्कं झायदि आरूढो उभयसेणीसु।। ४८४ ।। प्रतिसमयं शुध्यन् अनन्तगुणितया उभयशुद्धया। प्रथमं शुक्लं ध्यायति आरूढ: उभयश्रेणीषु।। ४८४।।
અર્થ:-ઉપશમ તથા ક્ષપક એ બંને શ્રેણીમાં આરૂઢ થતો થકો સમયે સમયે કર્મોને ઉપશમ તથા ક્ષયરૂપ કરી અનંતગુણી વિશુદ્ધતાથી શુદ્ધ થતો થકો મુનિ પ્રથમ પૃથવિતર્કવિચાર નામનું શુકલધ્યાન ધ્યાવે છે.
ભાવાર્થ- પ્રથમ મિથ્યાત્વની ત્રણ અને અનંતાનુબંધીકષાયની ચાર પ્રકૃતિઓનો ઉપશમ વા ક્ષય કરી સમ્યગ્દષ્ટિ થાય, પછી અપ્રમત્તગુણસ્થાનમાં સાતિશય વિશુદ્ધતા સહિત થઈ શ્રેણીનો આરંભ કરે ત્યારે અપૂર્વકરણગુણસ્થાન થઈ ત્યાં શુક્લધ્યાનનો પહેલો પાયો પ્રવર્તે. ત્યાં જ મોહની પ્રકૃતિઓને ઉપશમાવવાનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #327
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૦]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા પ્રારંભ કરે તો અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને સૂક્ષ્મસાપરાય એ ત્રણ ગુણસ્થાનોમાં સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતાથી વર્ધમાન થતો થતો મોહનીયકર્મની એકવીશ પ્રકૃતિઓને ઉપશમાવી ઉપશાંતકષાયગુણસ્થાનને પ્રાપ્ત થાય છે, અને જો મોહની પ્રકૃતિઓને ક્ષપાવવાનો પ્રારંભ કરે તો આ ત્રણે ગુણસ્થાનમાં મોહની એકવીસ પ્રકૃતિઓને સત્તામાંથી નાશ કરી ક્ષીણકષાય નામના બારમા ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ત્યાં પૃથક–વિતર્કવીચાર નામનો શુકલધ્યાનનો પહેલો પાયો પ્રવર્તે છે. પૃથક્ એટલે જાદા જાદા, વિતર્ક એટલે શ્રુતજ્ઞાનના અક્ષરો તથા વીચાર એટલે અર્થનું, વ્યંજન અર્થાત અક્ષરરૂપ વસ્તુના નામનું તથા મન-વચન-કાયના યોગનું પલટવું. એ બધું આ પહેલા શુક્લધ્યાનમાં થાય છે, ત્યાં અર્થ તો દ્રવ્ય-ગુણ- પર્યાયની પલટના છે અર્થાત દ્રવ્યથી દ્રવ્યાંતર, ગુણથી ગુણાંતર અને પર્યાયથી પર્યાયાંતર છે. એ જ પ્રમાણે વર્ણથી વર્ણાતર તથા યોગથી યોગાન્તર છે.
પ્રશ્ન:- ધ્યાન તો એકાગ્રચિતાનિરોધ છે પણ પલટવાને ધ્યાન કેમ કહી શકાય?
સમાધાન:- જેટલી વાર એક (શેય) ઉપર ઉપયોગ સ્થિર થાય તે તો ધ્યાન છે અને ત્યાંથી પલટાઈ બીજા શેય ઉપર સ્થિર થયો તે પણ ધ્યાન છે. એ પ્રમાણે ધ્યાનના સંતાનને પણ ધ્યાન કહે છે. અહીં એ સંતાનની જાતિ એક છે એ અપેક્ષા લેવી. વળી ઉપયોગ પલટાય છે ત્યાં ધ્યાતાને પલટાવવાની ઇચ્છા નથી. જો ઇચ્છા હોય તો તે રાગ સહિત હોવાથી આ પણ ધર્મધ્યાન જ ઠરે. અહીં અવ્યક્ત રાગ છે પણ તે કેવળજ્ઞાનગમ્ય છે, આ ધ્યાતાના જ્ઞાનને ગમ્ય નથી. પોતે શુદ્ધોપયોગરૂપ બન્યો થકો એ પલટનાનો પણ જ્ઞાતા જ છે અને પલટાવું એ ક્ષયોપશમ જ્ઞાનનો સ્વભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #328
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશત૫] છે. એ ઉપયોગ ઘણો વખત એકાગ્ર રહેતો નથી. તે “શુક્લ” એવુ નામ રાગ અવ્યક્ત થવાથી જ કહ્યું છે.
હવે શુક્લધ્યાનનો બીજો ભેદ કહે છે:णीसेसमोहविलए खीणकसाए य अंतिमे काले। ससरूवम्मि णिलीणो सुक्कं झाएदि एयत्तं ।। ४८५।। निःशेषमोहविलये क्षीणकषाये च अन्तिमे काले। स्वस्वरूपे निलीन: शुक्लं ध्यायति एकत्वम्।। ४८५।।
અર્થ- સમસ્ત મોહકર્મનો નાશ થતાં ક્ષીણકપાય ગુણસ્થાનના અંત સમયમાં પોતાના સ્વરૂપમાં તલ્લીન થતો થકો આત્મા એકવિતર્કવીચાર નામના બીજા શુક્લધ્યાનને ધ્યાવે છે.
ભાવાર્થ- પ્રથમના પૃથકત્વવિતર્કવીચાર શુક્લધ્યાનમાં ઉપયોગ પલટાતો હતો તે પલટાવું અહીં અટકી ગયું. અહીં એક દ્રવ્ય, એક ગુણ, એક પર્યાય, એક વ્યંજન અને એક યોગ ઉપર ઉપયોગ સ્થિર થઈ ગયો. પોતાના સ્વરૂપમાં લીન તો છે જ પરંતુ હવે ઘાતિકર્મનો નાશ કરી ઉપયોગ પલટાશે ત્યાં “સર્વનો પ્રત્યક્ષ જ્ઞાતા થઈ લોકાલોકને જાણવું” એ જ પલટાવું રહ્યું છે.
હવે શુક્લધ્યાનનો ત્રીજો ભેદ કહે છે:केवलणाणसहावो सुहुमे जोगम्हि संठिओ काए। जं झायदि सजोगिजिणो तं तिदियं सुहुमकिरियं च।।४८६।। केवलज्ञानस्वभावः सूक्ष्मे योगे संस्थितः काये। यत् ध्यायति सयोगिजिनः तत् तृतीयं सूक्ष्मक्रियं च।। ४८६ ।।
અર્થ - કેવળજ્ઞાન છે સ્વભાવ જેનો એવા સયોગકેવળી ભગવાન જ્યારે સૂક્ષ્મકાયયોગમાં બિરાજે છે ત્યારે તે કાળમાં જે ધ્યાન હોય છે તે સૂક્ષ્મક્રિયા નામનું ત્રીજું શુક્લધ્યાન છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #329
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૨]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ભાવાર્થ- જ્યારે ઘાતિકર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે તેમાં ગુણસ્થાનવર્તી સયોગકેવળી થાય છે. ત્યાં તે ગુણસ્થાનના અંતમાં અંતર્મુહૂર્તકાળ બાકી રહે ત્યારે મનોયોગવચનયોગ રોકાઈ જાય છે અને કાયયોગની સૂક્ષ્મક્રિયા રહી જાય છે ત્યારે તેને શુક્લધ્યાનનો (સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામનો ) ત્રીજો પાયો કહે છે. અહીં કેવળજ્ઞાન ઊપસ્યું ત્યારથી ઉપયોગ તો સ્થિર છે અને ધ્યાનમાં અંતર્મુહૂર્ત ટકવાનું કહ્યું છે; પરંતુ એ ધ્યાનની અપેક્ષાએ તો અહીં ધ્યાન નથી પણ માત્ર યોગ થંભાઈ જવાની અપેક્ષાએ ધ્યાનનો ઉપચાર છે. અને જો ઉપયોગની અપેક્ષાએ કહીએ તો ઉપયોગ અહીં થંભી જ રહ્યો છેકાંઈ જાણવાનું બાકી રહ્યું નથી. વળી પલટાવવાવાળું પ્રતિપક્ષી કર્મ પણ રહ્યું નથી તેથી તેને સદાય ધ્યાન જ છે-પોતાના સ્વરૂપમાં રમી રહ્યા છે, સમસ્ત શેયો આરસીની માફક પ્રતિબિંબિત થઈ રહ્યા છે અને મોહના નાશથી કોઈ પદાર્થોમાં ઇષ્ટ-અનિષ્ટભાવ નથી. એ પ્રમાણે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામનું ત્રીજું શુક્લધ્યાન પ્રવર્તે છે.
હવે ભુપતક્રિયાનિવૃત્તિ નામનું ચોથુ શુક્લધ્યાન કહે છે - जोगविणासं किच्चा कम्मचउक्कस्स खवणकरणहूँ। जं झायदि अजोगिजिणो णिक्किरियं तं चउत्थं च।। ४८७।। योगविनाशं कृत्वा कर्मचतुष्कस्य क्षपणकरणार्थम्। यत् ध्यायति अयोगिजिनः निष्कियं तत् चतुर्थं च।। ४८७।।
અર્થ:- યોગોની પ્રવૃત્તિનો અભાવ કરી જ્યારે કેવળીભગવાન અયોગીજિન થાય છે ત્યારે અઘાતિકર્મોની પંચાશી પ્રકૃતિઓ જે સત્તામાં રહી છે તેનો ક્ષય કરવા અર્થે જે ધ્યાવે છે તે સુપરતક્રિયાનિવૃત્તિ નામનું ચોથું શુકલધ્યાન છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #330
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશતપ ]
[ ૩૦૩ ભાવાર્થ- ચૌદમા અયોગીજિનગુણસ્થાનની સ્થિતિ પાંચ લઘુ અક્ષર (ગ–૩–૩––દ-નૃ) પ્રમાણ છે. ત્યાં યોગોની પ્રવૃત્તિનો અભાવ છે અને અવાતિકર્મોની પંચાશી પ્રકૃતિ સત્તામાં રહી છે, તેના નાશનું કારણ આ યોગોનું રોકાવું છે, તેથી તેને ધ્યાન કહ્યું છે. તેમાં ગુણસ્થાનની માફક અહીં પણ ધ્યાનનો ઉપચાર સમજવો, કારણ કે ઇચ્છાપૂર્વક ઉપયોગને થંભાવનારૂપ ધ્યાન અહીં નથી. એ કર્મપ્રકૃતિઓનાં નામ તથા અન્ય પણ વિશેષકથન બીજા ગ્રંથો અનુસાર છે તે સંસ્કૃતટીકાથી જાણી લેવાં. એ પ્રમાણે ધ્યાન નામના તપનું સ્વરૂપ કહ્યું.
હવે તપના કથનને સંકોચે છે - एसो बारसभेओ उग्गतवो जो चरेदि उवजुत्तो। सो खविय कम्मपुंजं मुत्तिसुहं अक्खयं लहदि।। ४८८ ।। एतत् द्वादशभेदं उग्रतपः यः चरति उपयुक्तः। सः क्षपयित्वा कर्मपुजं मुक्तिसुखं अक्षयं लभते।।४८८।।
અર્થ- આ બાર પ્રકારના તપ કહ્યા તેમાં ઉપયોગને લગાવી જે મુનિ ઉગ્ર- તીવ્ર તપનું આચરણ કરે છે તે મુનિ કર્મપુજનો ક્ષય કરીને મોક્ષસુખને પ્રાપ્ત થાય છે. કેવું છે મોક્ષસુખ? જે અક્ષય છેઅવિનાશી છે.
ભાવાર્થ- તપથી કર્મનિર્જરા થાય છે તથા સંવર થાય છે અને એ (નિર્જરા તથા સંવર) બંને મોક્ષનાં કારણ છે. જે મુનિવ્રત લઈને બાહ્ય-અત્યંતરભેદથી કહેલાં આ તપને તે જ વિધાનપૂર્વક આચરે છે તે મોક્ષને પ્રાપ્ત થાય છે અને ત્યારે જ કર્મોનો અભાવ થાય છે. તેનાથી જ અવિનાશી બાધારહિત આત્મીયસુખની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે આ બાર પ્રકારનાં તપના ધારક તથા આ તપનાં ફળને પામે છે તેવા સાધુ ચાર પ્રકારના કહ્યા છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #331
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૪]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા અણગાર, યતિ, મુનિ અને ઋષિ. તેમાં ગૃહવાસના ત્યાગી અને મૂળગુણોના ધારક સામાન્ય સાધુને અણગાર કહે છે, ધ્યાનમાં રહીને જે શ્રેણિ માંડે તે યતિ છે, જેમને અવધિ-મન:પર્યય-કેવળજ્ઞાન હોય તે મુનિ છે તથા જે ઋદ્ધિધારક હોય તે ઋષિ છે. એ ઋષિના પણ ચાર ભેદ છેઃ રાજર્ષિ, બ્રહ્મર્ષિ, દેવર્ષિ તથા પરમર્ષિ. ત્યાં વિક્રિયાઋદ્ધિવાળા રાજઋષિ છે, અક્ષીણમહાન ઋદ્ધિવાળા બ્રહ્મઋષિ છે, આકાશગામી (ચારણઋદ્ધિવાળા ) દેવઋષિ છે તથા કેવળજ્ઞાની પરમઋષિ છે, એમ સમજવું.
હવે ગ્રંથકર્તા શ્રી સ્વામી કાર્તિકેયમુનિ પોતાનું કર્તવ્ય પ્રગટ કરે છે –
जिणवयणभावणटुं सामिकुमारेण परमसद्धाए। रइया अणुवेक्खाओ चंचलमणरुंभणटुं च।।४८९ ।। जिनवचनभावनार्थं स्वामिकुमारेण परमश्रद्धयाः। रचिता: अनुप्रेक्षाः चञ्चलमनोरुन्धनार्थं च।। ४८९ ।।
અર્થ- સ્વામી કુમાર અર્થાત્ સ્વામી કાર્તિકેય નામના મુનિએ આ અનુપ્રેક્ષા નામનો ગ્રંથ ગાથારૂપ રચનામાં રચ્યો છે. અહીં “કુમાર” શબ્દથી એમ સૂચવ્યું જણાય છે કે આ મુનિ જન્મથી જ બ્રહ્મચારી હતા. તેમણે “આ ગ્રંથ શ્રદ્ધાપૂર્વક રચ્યો છે, પણ એમ નથી કે કથનમાત્ર બનાવી દીધો હોય !” આ વિશેષણથી અનુપ્રેક્ષામાં અતિ પ્રીતિ સૂચવે છે. વળી પ્રયોજન કહે છે કે-જિનવચનની ભાવના અર્થે રચ્યો છે.'- આ વાકયથી એમ જણાવ્યું છે કે ખ્યાતિલાભ-પૂજાદિ લૌકિક પ્રયોજન અર્થે રચ્યો નથી. જિનવચનનું જ્ઞાન-શ્રદ્ધાન થયું છે. તેને વારંવાર ભાવવું-સ્પષ્ટ કરવું કે જેથી જ્ઞાનની વૃદ્ધિ થાય, કષાયો નાશ પામે એ પ્રયોજન જણાવ્યું છે. વળી બીજાં પ્રયોજન-“ચંચળ મનને સ્થિર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #332
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશતપ ]
[ ૩/૫ કરવા અર્થે રચ્યો છે. આ વિશેષણથી એમ સમજવું કે-મન ચંચળ છે, તે એકાગ્ર રહેતું નથી, તેને જો આ શાસ્ત્રમાં લગાવીએ તો રાગદ્વેષનાં કારણો જે વિષયો છે તેમાં જાય નહિ. એ પ્રયોજન અર્થે આ અનુપ્રેક્ષાગ્રંથની રચના કરી છે. ભવ્યજીવોએ તેનો અભ્યાસ કરવો યોગ્ય છે કે જેથી જિનવચનની શ્રદ્ધા થાય, સમ્યજ્ઞાનની વૃદ્ધિ થાય, તથા આના અભ્યાસમાં જોડાતાં ચંચળ મન અન્ય વિષયોમાં જાય નહિ.
હવે અનુપ્રેક્ષાનું માહાભ્ય કહી ભવ્યજીવોને ઉપદેશરૂપ ફળનું વર્ણન કરે છે:बारसअणुवेक्खाओ भणिया हु जिणागमाणुसारेण। जो पढइ सुणइ भावइ सो पावइ उत्तमं सोक्खं ।। ४९० ।। द्वादशअनुप्रेक्षाः भणिताः स्फुटं जिनागमानुसारेण। यः पठति शृणोति भावयति सः प्राप्नोति उत्तमं सौख्यं ।। ४९०।।
અર્થ:- આ બાર અનુપ્રેક્ષા જિનાગમ અનુસાર પ્રગટપણે કહી છે; એ વચનથી એમ જણાવ્યું છે કે મેં કલ્પના કરી કહી નથી પણ પૂર્વ (આમ્નાય) અનુસાર કહી છે, તેને જે ભવ્યજીવો ભણશે, સાંભળશે અથવા તેની ભાવના એટલે વારંવાર ચિંતવન કરશે તે બાધારહિત-અવિનાશી–સ્વાત્મીય ઉત્તમ સુખને પ્રાપ્ત થશે.-એ સંભાવનારૂપ કર્તવ્ય અર્થનો ઉપદેશ સમજવો. માટે હું ભવ્યજીવો! આને ભણો, સાંભળો અને વારંવાર ચિતવનરૂપ ભાવના કરો.
હવે અંતમંગળ કરે છે:तिहुयणपहाणम्रामि कुमारकाले वि तविय तवयरणं। वसुपुजसुयं मल्लिं चरिमतियं संथुवे णिचं ।। ४९१ ।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #333
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૬ ] [ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા त्रिभुवनप्रधानस्वामिनं कुमारकाले अपि तप्ततपश्चरणम् । वसुपूज्यसुतं मल्लिं चरमत्रिकं संस्तुवे नित्यम् ।। ४९९ ।।
અર્થ:- ત્રણ ભુવનના પ્રધાનસ્વામી શ્રી તીર્થંકરદેવ કે જેમણે કુમારકાળમાં જ તપશ્ચરણ ધારણ કર્યું એવા વસુપૂજ્ય રાજાના પુત્ર વાસુપૂજિન તથા મિજિન અને ચરમત્રિક અર્થાત્ છેલ્લા ત્રણનેમિનાથજિન, પાર્શ્વનાથજિન, વર્ધમાનજિન એ પાંચ જિનોને હું નિત્ય સ્તવું છું, તેમનો ગુણાનુવાદ કરું છું-વંદું છું.
ભાવાર્થ:- એ પ્રમાણે કુમા૨શ્રમણ જે પાંચ તિર્થંકર છે તેમનું સ્તવન- નમસ્કારરૂપ અંતમંગળ કર્યું છે. અહીં એમ સૂચવે છે કે પોતે કુમારઅવસ્થામાં મુનિ થયા છે તેથી તેમને કુમા૨તીર્થંકરો પ્રત્યે વિશેષ પ્રીતિ ઉત્પન્ન થઈ છે અને એટલા માટે તેમના નામરૂપ અહીં અંતમંગળ કર્યું છે.
એ પ્રમાણે શ્રી સ્વામિકાર્તિકેયમુનિએ રચેલો આ અનુપ્રેક્ષાગ્રંથ સમાસ થયો.
હવે આ વનિકા થવાનો સંબંધ લખીએ છીએ:
(દોહરો )
સ્વામિકુમાર કૃત, તેહની,
પ્રાકૃત દેશવચનિકા
અનુપ્રેક્ષા ભણો
શુભ ગ્રંથ;
લાગો શિવપંથ. ૧
( ચોપાઈ )
દેશ ઢુંઢાડ જયપુર સ્થાન, જગતસિંહ નૃપરાજ મહાન; ન્યાયબુદ્ધિ તેને નિત રહે, તેના મહિમાને કવિ કહે. ૨ તેનો મંત્રી બહુગુણવાન, તેનાથી મંત્ર રાજસુવિધાન; ઇતિ-ભીતિ લોકને નાહિ, જો વ્યાપે તો ઝટ દૂર થાઈ. ૩ ધર્મભેદ સૌ મતના ભલે, પોતપોતાના ઇષ્ટથી ચલે; જૈનધર્મની કથની તણી, ભક્તિ-પ્રીતિ જૈનોને ઘણી. ૪ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #334
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશતપ ]
[ ૩૦૭ તેમાં તેરાપંથ કહાય, ધરે ગુણીજન કરે બઢાય; તે મધ્ય છે નામ જયચંદ, હું છું આતમરામ અનંદ. ૫ ધર્માનુરાગથી ગ્રંથ વિચાર કરી અભ્યાસ લઈ મનધાર; બારભાવના ચિંતવનસાર, “તે હું લખું” ઉપજ્યો સુવિચાર. ૬ દેશવચનિકા કરીએ જોઈ, સુગમ હોય વાંચે સૌ કોઈ; રચિ વચનિકા તેથી સાર, કેવળ ધર્માનુરાગ નિરધાર. ૭ મૂળગ્રંથથી વધઘટ હોય, જ્ઞાની પંડિત સોધો સોય; અલ્પબુદ્ધિની હાસ્ય ન કરે, સંતપુરુષ મારગ એ ધરે. ૮ બારહભાવન સુભાવના, લઈ બહુ પુણ્યયોગ પાવના; તીર્થકર વૈરાગ્ય જબ હોય, તવ ભાવે સૌ રાગ જુ ખોય. ૯ દીક્ષા ધારે તબ નિર્દોષ, કેવળ લઈ અર પામે મોક્ષ; એમ વિચારી ભાવો ભવિજીવ, સૌ કલ્યાણ સુ ધરો સદૈવ. ૧૦ પંચ પરમગુરુ અર જિનધર્મ, જિનવાણી ભાખે સૌ મર્મ ચૈત્ય-ચૈત્યમંદિર પઢિ નામ, નમું માની નવ દેવ સુધામ. ૧૧
(દોહરા) સંવત્સર વિક્રમ તણું, અષ્ટાદશ શત જાણ; ત્રેસઠ શ્રાવણ ત્રીજ વદ, પૂરણ થયો સુમાન. ૧૨ જૈનધર્મ જયવંત જગ, જેનો મર્મ સુ પાય; વસ્તુ યથારથરૂપ લખી, ધ્યાવે શિવપુર જાય. ૧૩
ઇતિ શ્રી સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષાનો પંડિત જયચંદ્રજીકૃત હિંદીવચનિકાનો ગુર્જરાનુવાદ સમાપ્ત.
3ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #335
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા
अ
अइबलिओ वि रउद्दो
अइलालिओ वि देहो
अग्गी वि य होदि हिमं
अच्छीहिं पिच्छमाणो
अज्जुवमिलेच्छखण्डे
अवि गभ दुविहा
अणउदयादो छह्नं
अणवरयं जो संचदि लच्छि
अणुद्धरीयं कुंथो
अणुपरिमाणं तच्चं
अण्णइरूवं दव्वं
अण्णभवे जो सुयणो
अण्णं देहं गिहृदि जणणी
अण्णं पि एवमाई
अण्णोण्णपवेसेण य
अण्णोणं खजूंता
अथिरं परियणसयणं
अद्धुव असरण भणिया
अप्पपसंसणकरणं
ગાથાનુક્રમણિકા
अप्पसरूवं वत्युं चत्तं
अप्पाणं जो जिंदइ
अप्पाणं पि चवंतं
ગાથાંક
ગાથા
अप्पाणं पि य सरणं
२६ अलियवयणं पिसचं
९ अवसप्पिणिए पढमे
४३२ अविरयसम्मादिट्ठी
२५० असुइमयं दुग्गंधं
१३२ असुराणं पणवीसं
१३१ असुरोदीरियदुक्खं
३०९
असुहं अट्टरउद्दं
१५
अह कह वि पमादेण य
१७५
अह कह वि हवदि देवो
२३५ अह गब्भे वि य जायदि
२४० अह णीरोओ देहो
३९ अह णीरोओ होदि हु
८०
अह धणसहिदो होदि
अह लहदि अजवत्तं
अहवा देवो होदि हु
२०९
१९६
४२ अहवा बंभसरूवं
अह होदि सीलजुत्तो
६
२ अंगुलअसंखभागो
९२
९९
११२
अंतरतच्चं जीवो
अंतोमुहुत्तमेत्तं लीणं
आ
२९ आउक्खएण मरणं
ગાથાંક
३१
४३४
१७२
१९७
३३७
१६९
३५
४७१
४५२
५८
४५
५२
२९३
२९२
२९१
२९८
२३४
२९४
१६६
२०५
४७०
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
२८
Page #336
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથાંક
ગાથા आहारगिद्धिरहिओ आहारसरीरिंदिय
(30८) ગાથાંક
ગાથા ४४३ उवसप्पिणिअवसप्पिणि १३४ उवसमणो अक्खाणं
उवसमभावतवाणं ७४ उस्सासट्ठारसमे भागे
४३९
१०५
१३७
१२२
३७७
३७०
२६०
इक्को जीवो जायदि इक्को रोई सोई इक्को संचदि पुण्णं इयेवमाइदुक्खं इट्ठविओगे दुक्खं इदि एसो जिणधम्मो इय जाणिऊण भावह इय दुलहं मणुयत्तं इय पञ्चक्खं पिच्छिय इय सव्वदुलहदुलहं इय संसारं जाणिय इहपरलोयणिरीहो इहपरलोयसुहाणं इंदियजं मदिणाणं
४४५
४०९
९४
१००
१४०
७६ एइंदिएहिं भरिदो ३७ एक्कं चयदि सरीरं ५९ एक्कं पि णिरारंभं उववासं ४०८ एक्कं पि वयं विमलं
३ एक्के काले एक्कं णाणं ३०० एगादिगिहपमाणं ४३७ एदे दहप्पारा पावं ३०१ एदे मोहयभावा जो
७३ एदे संवरहेदू वियारमाणो । ३६५ एयक्खे चदु पाणा ४०० एयभि भवे एदे २५८ एयंतं पुणु दव्वं
एवं अणाइकाले ३१५ एवं जं संसरणं २०४ एवं जाणंतो वि हु ३९५ एवं जो जाणित्ता ४३१ एवं जो णिच्छयदो ३६६ एवं पंचपयारं अणत्थ ३७८ एवं पेच्छंतो वि हु ४४२ एवं बहुप्पयारं दुक्खं
६५
२२६
७२
WW
उत्तमगुणगहणरओ उत्तमगुणाण धामं उत्तमणाणपहाणो उत्तमधम्मेण जुदो होदि उत्तमपत्तविसेसे उववासं कुव्वंतो आरंभं उववासं कुव्वाणो आरंभं
३२३
३४९
२७
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #337
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(१०) ગાથાંક
ગાથા
ગાથાંક
८१
ख
१४५
१०८
ગાથા एवं बाहिरदव्वं जाणदि एवं मणुयगदीए एवं लोयसहावं एवं विविहणएहिं एवंविहं पि देहं एवं सुट्ठ असारे संसारे एसो दहप्पयारो धम्मो एसो बारसभेओ
३१०
३७४
९७
५५ खरभायपंकभाए २८३ खवगो य खीणमोहो २७८
ग ८६ गिहदि मुंचदि जीवो ६२ गिहवावारं चत्ता रत्तिं ४०५ गुत्ती जोगणिरोहो ४८८ गुत्ती समिदी धम्मो
घ ३४३ घऽपडजडदव्वाणि
११ च १६० चइऊण महामोहं ९० चउरक्खा पंचक्खा ४४१ चदुगदिभव्वो सण्णी ५१ चिंतंतो ससरूवं जिणबिंब
२४८
२२
१५५
३०७
३७२
३६
कज्जं किं पि ण साहदि कत्थ वि ण रमइ लच्छी कप्पसुरा भावणया कम्मं पुण्णं पावं हेउं कम्माण णिज्जरठं आहारं कस्स वि णत्थि कलत्तं कस्स वि दुट्ठकलत्तं कारणकज्जविसेसा कालाइलद्धिजुत्ता का वि अउव्वा दीसदि किच्चा देसपमाणं किं जीवदया धम्मो किं बहुणा उत्तेण य केवलणाणसहावो को ण वसो इत्थिजणे कोहेण जो ण तप्पदि
१००
२
२२३ छिज्जइ तिलतिलमित्तं २१९
ज २११ जइ देवो वि य रक्खदि ३५७ जइ पुण सुद्धसहावा ४१४ जत्थ गुणा सुविसुद्धा २५२ जत्थ ण कलयलसद्दो ४८६ जदि जीवादो भिण्णं २८१ जदि ण य हवेदि जीवो
४८३
३५३
१७९
१८३
३९४
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #338
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા
ગાથા
ગાથાંક ४८९ ३९८
३५६
४२३
७८
२०८
१८०
२२०
२१०
१९२
२८४
२३१
(3११) ગાથાંક ३०३ जिणवयणभावणटुं २१५ जिणवयणमेव भासदि २४३ जिणवयणेयग्गमणो २४६ जिणसासणमाहप्पं २४७ जीवस्स णिच्छयादो धम्मो २५१* जीवस्स बहुपयारं
५ जीवस्स वि णाणस्स वि २१ जीवाण पुग्गलाणं जे ४६७ जीवा वि दु जीवाणं ४२७ जीवा हवंति तिविहा ३४१ जीवो अणंतकालं वसइ २०७ जीवो अणाइणिहणो
४ जीवो णाणसहावो ४५३ जीवो वि हवइ भुत्ता ३२१ जीवो वि हवे पावं २६७ जीवो हवेइ कत्ता ३४२ जे जिणवयणे कुसला
२२५ जेण सहावेण जदा ___२६१ जो अणुमणणं ण कुणदि ३४८ जो अण्णोण्णपवेसो २४९ जो अत्यो पडिसमयं २५४ जो अप्पाणं जाणदि २५१ जो अहिलसेदि पुण्णं २७३ जो आयरेण मण्णदि ३५० जो आरंभं ण कुणदि १० जोइसियाण विमाणा
4.
जदि ण हवदि सव्वहू जदि ण हवदि सा सत्ती जदि दव्वे पज्जाया जदि वत्थुदो विभेदो जदि सव्वमेव णाणं जदि सव्वं पि असंतं जम्मं मरणेण समं जलबुब्बुयसारिच्छं जल्लमललित्तगत्तो जह जीवो कुणइ रइं जह लोहणासणटुं जं इंदिएहिं गिज्झं जं किंचि वि उप्पण्णं जं किं पि तेण दिण्णं जं जस्स जम्मि देसे जं जाणिज्जइ जीवो जं परिमाणं कीरदि जं वत्थु अणेयंतं तं जं वत्थु अणेयंतं एयंतं जं सवणं सत्थाणं जं सव्वलोयसिद्ध जं सव्वं पि पयासदि जं सव् पि य संतं जं संगहेण गहिदं जाणित्ता संपत्ती भोयण जा सासया ण लच्छी
१७८
१८९
4.
१९०
१८८
41.
१९४
२७७
३८८
२०३ २३७
4.
४६५
४११
३१२
३८५
१४६
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #339
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા
ગાથાંક
३११
४२२
३२९
४६९
४२९
४२१
३३६
८७
४१९
३४०
३८६
(१२) ગાથાંક
३४५ जो तच्चमणेयंतं ४५९ जो दसभेयं धम्म २७६ जो दिढचित्तो कीरदि ३८४*१ जो देहधारणपरो
३७१ जो धम्मत्थो जीवो ४८७ जो धम्मिएसु भत्तो ३८२ जो परदव्वं ण हरदि ४०१ जो परदेहविरत्तो णियदेहे । ४५५ जो परदोसं गोवदि ३९६ जो परिमाणं कुव्वदि १११ जो परिवज्जइ गंथं ३०२ जो परिहरेइ संतं ८२ जो परिहरेदि संगं
जो पुण चिंतदि कज्जं जो पुण लच्छि संचदि जो पुण विसयविरत्तो जो पुणु कित्तिणिमित्तं
जो बहुमुल्लं वत्थु ३८० जो मणइंदियाविजई ३९० जो मण्णदि परमहिलं ४६६ जो रयणत्तयजुत्तो ३२४ जो रायदोसहेदू ४०४ जो लोहं णिहणित्ता ४४९ जो वज्जेदि सचित्तं ३८३ जो वट्टमाणकाले
ગાથા जो उवएसो दिज्जदि जो उवयरदिं उदीणं जो एगेगं अत्थं जो कयकारियमोयण जो कुणदि काउसग्गं जोगविणासं किच्चा जो चउविहं पि भोज्जं जो चयदि मिट्ठभोज्जं जो चिंतइ अप्पाणं जो चिंतेइ ण वंकं जो चिंतेइ सरीरं जो जाणदि पञ्चक्खं जो जाणिऊण देहं जो जिणसत्थं सेवदि जो जीवरक्खणपरो जो जुद्धकामसत्थं जो ण कुणदि परतत्तिं जो ण य कुव्वदि गव्वं जो ण य भक्खेदि सयं जो णवकोडिविसुद्धं जो ण वि जाणदि अप्पं जो ण विंजाणदि तचं जो ण वि जादि वियारं जो णिवसेदि मसाणे जो णिसिभुत्तिं वज्जदि
३५१
४०३
३८९
mm
१०१
४४४
३३५
४४०
३३८
३९२
४४७
३३९
३८१
२७४
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #340
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા
जो वड्ठमाग लच्छिं
जो वड्ढारहि लच्छिं
जो वावरइ सरूवे
जो वावरेइ सदओ
जो विसहदि दुव्वयणं
जो सग्गसुहणिमित्तं
जो समसोक्खणिलीणो
जो संगदि सव्वं
जो संचिऊण लच्छिं
जो सावयवयसुद्धो
जो साहदि सामण्णं
जो साहेदि अदीद
जो साहेदि विसेसे
ण
णय को विदेदि लच्छी णय जेसिं पडिखलणं
ण य भुंजदि वेलाए
णवणवकज्जविसेसा
गाणं ण जादि णेयं
णाणं भूयवियारं
णाणाधम्मजुदं पि य
णाणाधम्मेहि जुदं
णिज्जियदोसं देवं
णियणियपरिणामाणं
णिस्संकापहुडिगुणा
(313)
ગાથાંક
१९ णीसेसकम्मणासे
१७ णीसेसमोहविलए
४६० णेरइयादिगदीणं
३३१ णो उप्पज्जदि जीवो
१०९ ण्हाणाविलेवणभूसण
४१६
त
११४ तच्चं कहिज्जमाणं
२७२ तत्तो णिस्सरिदूणं
१४
३९९
ગાથા
तत्तो णीसरिदूणं जायदि
तत्थ भवे किं सरणं
तत्थ वि असंख्यकालं
तसघादं जो ण करदि
तस्स य सहलो जम्मो
तस्सेव कारणाणं
३१९ तं तस्स तम्मि देसे
१२७ ता कह गिहृदि देहं
१८
२६९
२७१
२७०
ता भुंजिज्जउ लच्छी
ता सव्वत्थ वि कित्ती
तिक्खं खग्गं माला
१८१ तिरिएहिं खज्जमाणो
२६४ तिविहेण जो विवज्जदि
२५३ तिविहे पत्तम्हि सया
२२९
२५६
३१७ तिव्वतिसाए तिसिदो
२१७ तिहुवणतिलयं देवं
४२५ तिहुवणपहाणसामि तेणुवइट्ठो धम्मो
ગાથાંક
१९९
४८५
७०
२३९
३५८
२८०
२८९
४०
२३
२८५
३३२
१९३
१३५
३२२
२०१
१२
४३०
४३३
४१
४०२
३६०
४३
१
४९१
३०४
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #341
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા
ગાથાંક
४५१
ગાથા ते वि पुणो वि य दुविहा ते सावेक्खा सुणया तेसु अतीदा णंता
३५९
२१२
४३६
४२६
४२०
४७९
४७८
१३६
(3१४) ગાથાંક १३० दोसं ण करेदि सयं २६६ दोसु वि पव्वेसु सया २२१
ध धम्ममधम्मं दव्वं ११९ धम्मविहूणो जीवो ४१५ धम्मं ण मुणदि जीवो २४५ धम्मादो चलमाणं जो ४१७ धम्मे एयग्गमणो जो
३० धम्मो वत्थुसहावो ४५७
प १२१ पज्जत्तिं गिहंतो
६३ पज्जयमित्तं तचं ४७३ पडिसमयं परिणामो १७० पडिसमयं सुज्झंतो १४१ पढमकसायचउहं ४५० पत्तेयाणं आऊ ४०७ पत्तेया वि य दुविंहा १६५ परतत्तीणिरवेक्खो
६१ परदोसाण वि गहणं १५२ परविसयहरणसीलो ४३५ परिणमदि सण्णिजीवो १८५ परिणामसहावादो १८६ परिणामेण विहीणं ३१६ परिवज्जिय सुहुमाणं ३१८ पंचक्खा चउरक्खा
२२८
२३८
दक्खिणउत्तरदो पुण दयभावो वि य धम्मो दव्वाण पज्जयाणं दहविहधम्मजुदाणं दंसणणाणचरित्तं दंसणणाणचरित्ते दीसंति जत्थ अत्था दुक्कियकम्मवसादो दुक्खयरविसयजोए दुगदुगचदुचदुदुगदुग दुविहाणमपुण्णाणं दुस्सहउवसग्गजई देवगुरूण णिमित्तं देवाण णारयाणं देवाणं पि य सुक्खं देवा वि णारया वि य देवो वि धम्मचत्तो देहमिलिदो वि जीवो देहमिलिदो वि पिच्छदि देहमिलियं पि जीवं दोससहियं पि देवं
४८४
१०७
१६१
१२८
४६१
३४४
४७६
७१
११७
२२७ १५६
१५४
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #342
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા
ગાથા
ગાથાંક
३२८
६७
२
१४७
१४९
४९०
१६७
४३८
३६९
१६३
(१५)
ગાથાક पंचक्खा वि य तिविहा
१२९ पंचमहव्वयजुत्ता
१९५ बहुतससमण्णिदं पंचसया धणुछेहा १६८ बंधदि मुंचदि जीवो पंचाणुव्वयधारी
३३० बंधित्ता पज्जंकं पंचिंदियणाणाणं
२५९ बादरपज्जत्तिजुदा पंथे पहियजणाणं
८ बादरलद्धिअपुण्णा पावउदयेण णरए
३४ बारस अणुवेक्खाओ पावेण जणो एसो
४७ बारसजोयणसंखो पुज्जणविहिं च किच्चा ३७६ बारसभेओ भणिओ पुढवीजलग्गिवाऊ १२४ बारसवएहिं जुत्तो पुढवीतोयसरीरा
१४८ बारसवास वियक्खे पुणरवि काउं णेच्छदि ४५४ बारसविहेण तवसा पुण्णजुदस्स वि दीसदि ४९ बालो वि य पियरचत्तो पुण्णं बंधदि जीवो
४१३ बावीससत्तसहसा पुण्णं पि जो समिच्छदि ४१० बाहिरगंथविहीणा पुण्णा वि अपुण्णा वि य १२३ बिण्णि वि असुहे झाणे पुण्णासाए ण पुण्णं
४१२ बितिचउपंचक्खाणं पुत्तो वि भाउ जाओ ६४ बितिचउरक्खा जीवा पुव्वहे मज्झहे अवरहे ३५४
भ पुव्वपमाणकदाणं
३६७ भत्तीए पुज्जमाणो पुव्वपरिणामजुत्तं
२३० भयलज्जालाहादो पुव्वपरिणामजुत्तं
२२२ भोयणदाणं सोक्खं पूयादिसु णिरवेक्खो संसार- ४४८ भोजणदाणे दिण्णे पूयादिसु णिरवेक्खो जिण- ४६२ भोयणबलेण साहू
१०२
६
१६२ ३८७
४७७
१७४
१४२
३२०
४१८
३६२
३६३
३६४
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #343
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા
ગાથાંક
११०
४२८
१३८
१४४
१७६
( 3१६) ગાથાંક
ગાથા रिणमोयणं व मण्णइ ३४७ २५७ लच्छि वंछेइ णरो १३९ लच्छीसंसत्तमणो
८८ लद्धियपुण्णे पुण्णं ४७४ लवणोए कालोए ८५ लोयपमाणो जीवो १५३ लोयाणं ववहारं २९९
व ५४ वज्जियसयलवियप्पो ४७२ वासादिकयपमाणं १४३ विणओ पंचपयारो १९३ वियलिदिएसु जायदि १०६ विरला णिसुणहि तचं २२० विरलो अज्जदि पुण्णं ८९ विसयासत्तो वि सया
विहलो जो वावारो
मज्जारपहुदिधरणं मणपज्जयविण्णाणं मणवयणकायइंदिय मणवयणकायजोया मणहरविसयविओगे मणुयाणं असुइमयं मणुयादो णेरइया मणुवगईए व तओ मरदि सुपुत्तो कस्स वि मंदकसायं धम्म मणुसखित्तस्स बहिं मच्छित्तपरिणदप्पा मिच्छादो सद्दिट्ठी मेरुस्स हिट्ठभाए मोहविवागवसादो
२६३
४८२
३६८
४५३
२८६
२७९
४८
३१४
र
३४६
४५८
३७९
१८२
३०८
रयणत्तयजुत्ताणं रयणत्तयसंजुत्तो रयणत्तये वि लद्धे रयणं चउप्पहे पिव रयणाण महारयणं रयणु व्व जलहिपडियं राईभोयणविरओ राओ हं भिन्चो हं
१९१ सच्चित्तं पत्तफलं २९६ सचेयणपच्चक्खं २९० सत्तहं पयडीणं ३२५ सत्तमणारयहितो २९७ सत्तमितेरसिदिवसे ३०६ सत्तू व होदि मित्तो १८७ सत्तेक्कपंचइक्का मूले
१५९
३७३
५७
११८
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #344
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથાંક
२१६
७९
११५
२०२
३८४
१०३
२७५
२०६
१९८
४६८
२३३
( 3१७) ગાથાંક
ગાથા ३७५ सव्वाणं दव्वाणं परिणाम ५६ सव्वायरेण जाणह ३९७ सव्वायासमणंतं ३२६ सव्वे कम्मणिबद्धा ९५ सव्वेसिं इत्थीणं २९५ सव्वेसिं कम्माणं ३०५ सव्वेसिं वत्थूणं ३२७ सव्वो लोयायासो १५ ससरीरा अरहंता १३३ ससरूवचिंतणरओ ८३ ससरूवत्थो जीवो अण्ण ५० ससरूवत्थो जीवो कज्जं २१३ ससरूवसमुभासो २४१ संकप्पमओ जीवो १७७ संखिज्जगुणा देवा १६४ संति अणंताणंता १७३ संसारदुक्खतट्ठो ___९१ संसारो पंचविहो २५५ सा पुण दुविहा णेया २६२ सामाइयस्स करणे ३८ सारीरियदुक्खादो २४४ सावयगुणेहिं जुत्ता २१८ साहारणाणि जेसिं २१४ साहारणा वि दुविहा २३६ सिक्खावयं च तिदियं
ગાથા सत्थब्भासेण पुणो सधणो वि होदि णिधणो समसंतोसजलेणं सम्मत्तगुणपहाणो सम्मत्तं देसवयं सम्मत्ते वि य लद्धे सम्मसणसुद्धो सम्माइट्ठी जीवो सम्मुच्छिमा हु मणुया सम्मुच्छिया मणुस्सा सयलकुहियाण पिंडं सयलट्ठविसयजोओ सयलाणं दव्वाणं सरिसो जो परिणामो सव्वगओ जदि जीवो सव्वजहण्णं आऊ सव्वजहण्णो देहो सव्वत्थ वि पियवयणं सव्वं जाणदि जम्हा सव्वं पि अणेयंतं सव् पि होदि णरए सव्वाण पज्जायाणं सव्वाणं दव्वाणं जो सव्वाणं दव्वाणं अवगाहण सव्वाणं दव्वाणं दव्व
२३२
४८१
१८४
१५८
२२४ ४४६
६६
१०४
३५२
६०
१९६
१२६
१२५
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #345
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ગાથાંક 288 287 242 (उ१८) ગાથાંક ગાથા 150 सो तिव्वअसुहलेसो 24 सो वि परीसहविजओ 84 सो वि मणेण विहीणो 77 सो वि विणस्सदि जायदि 7 सो संगहेण एक्को 480 हिटिममज्झिमउवरिमगेवज्जे 157 हिदमिदवयणं भासदि 68 हिंसाणंदेण जुदो 265 हिंसारंभो ण सुहो 393 हिंसावयणं ण वयदि 282 सिद्धा संति अणंता सीहस्स कमे पडिदं सुठु पवित्तं दव्वं सुयणो पिच्छंतो वि हु सुरधणुतडि व्व चवला सुविसुद्धरायदोसो सुहुमापज्जत्ताणं सो को वि णत्थि देसो सो चिय एक्को धम्मो सो चेव दहपयारो सो ण वसो इत्थिजणे 268 171 334 475 406 333 સમાપ્ત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com