Page #1
--------------------------------------------------------------------------
________________
આ મદ્ રાજjક જન્મ ભુવન
અને તેના માટે જ નોની જીવનરેખા
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન અને
તેના આપ્તજનેાની જીવનરેખા
સુધાનન બુધ્ધિધનભાઈખાદી
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
‘Y m. 54 5 6 ૧ દ. દેહ ch 9 . ' જ લ- ૬
, 4-21 વિવા? % 24 - ૧- \CA પર
૨૮
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
in અને તેના આપ્તજનોની જીવનરેખા
[ ભવન અને ભાવાંજલિ ]
(શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન, પ્રેરક પ્રસંગે, પ્રસંગવિશેષ અને મહાનુભાવોને પરિચય )
સંપાદક ડૉ. શ્રી નત્તમદાસ ચુનીલાલ કાપડિયા
સમાજ
અમૃતલાલ યાજ્ઞિક આચાર્ય, મીડીબાઈ કૉલેજ, મુંબઈ ૫૬.
ચીમનભાઈ દવે આચાર્ય, એન. એલ. હાઈસ્કૂલ, મુંબઈ ૬૪.
પ્રકાશકો પ્રફુલ્લભાઈ ભગવાનલાલ મોદી મ નુ ભા ઈ ભગવાનલાલ મોદી સુધાબહેન બુદ્ધિધનભાઈ મોદી
Page #5
--------------------------------------------------------------------------
________________
કિંમત રી. ૨-૦૦ પ્રથમ આવૃત્તિ, ૧૯૬ ૭
કારતક પૂનમ, ૨૦૨૪
પ્રકાશક :
મનુભાઈ ભગવાનલાલ મેઢી * ચેતન ” ૬ બી, માટુંગા, મુંબઈ-૧૯
મુદ્રક : અનંત જે. શાહ, લિપિકા પ્રેસ, કુલ રેડ, અધેિરી, મુંબઈ પ૯
Page #6
--------------------------------------------------------------------------
________________
“ધન્ય તે નગરી, ધન્ય વેળા ઘડી, માતા પિતા, કુળવંશ, જિનેશ્વર.”
શ્રી આનંદઘનજી ( ધર્મજીવન સ્તવન )
Page #7
--------------------------------------------------------------------------
________________
મેં ડાં ભરીને પાન ક્યું છે “..મેં ઘણાનાં જીવનમાંથી ઘણું લીધું છે પણ સૌથી વધારે કેઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું” હોય તો તે કવિશ્રીના (શ્રીમદ્ રાજચંદ્રના) જીવનમાંથી છે. દયાધર્મ પણ હુ તેમના જીવનમાંથી શીખ્યો છું.... ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવો એ દયાધમ મને કવિશ્રીએ શીખવ્યો છે. એ ધર્મનું તેમની પાસેથી મેં કૂડાં ભરીને પાન કર્યું છે.”
ગાંધીજી (૧૫-૧૧-૧૯૨૧ : શ્રીમદ્ રાજચંદ્ર જયંતિ પ્રસંગે પ્રમુખસ્થાનેથી )
ત્રિકાળ-નમસ્કાર
જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાયરહિત થયા છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો ! તે મહાત્મા વતે છે તે દેહને, તે ભૂમિને, તે ઘરને, તે માગને, આસનાદિ સર્વને નમસ્કાર હો !
નમસ્કાર હો ! ”
-શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૬૭૪)
Page #8
--------------------------------------------------------------------------
________________
આમુખ
મનુષ્ય પરમેશ્વર થાય છે.” - પુરુષના આ સૂત્રનું તાત્પર્ય એ છે કે મનુષ્યમાં દેવત્વ ગૂઢરૂપે રહ્યું છે અને માણસ અંતર્મુખ બની એ તત્ત્વને ઓળખે છે તે દેવ બની શકે છે. તેથી પહાડ, વન, ગુફા કે મંદિર વગેરેમાં ભગવાનની શોધથી થાકી જઈ ને જો કોઈ વિચક્ષણ પુરુષ સર્વજ્ઞ, વીતરાગ એવા જંગમતીર્થરૂપ “દેહધારી પરમાત્મા” ને શોધીને તેમને યથાર્થ ઓળખે અને પરમેશ્વરરૂપે અપનાવે છે તે ખરેખર બડભાગી છે.
પરમકૃપાળુ દેવશ્રીએ* કહ્યું છે કે, “ માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે તે જ તેવો થાય છે. તેને ઉત્તમ મુમુક્ષુ જાણવા યોગ્ય છે.” આમ છતાં જો કોઈને, એવા કુટુંબી સ્વજનને એવી વ્યક્તિની ઉત્કૃષ્ટ અવસ્થાનું સાચું દર્શન થાય તો તે વ્યક્તિની મહત્તા પણ વિશેષ છે.
e આવી વિશેષ મહત્તાનું સદ્ભાગ્ય જેને પ્રાપ્ત થયું છે તેવી એક
વ્યક્તિ છે પૂ. જવલબા. પૂ. જવલબા એટલે શ્રીમદ્ રાજચંદ્રનાં સુપુત્રી. કૌટુંબિક સંબધે શ્રીમદ્ રાજચંદ્ર પિતાજી હોવા છતાં, શ્રીમદ્ના અંતરમાં વિરાજતા “ઈશ્વરી અંશ ”નું દર્શન પામી તેમને પરમાત્મ સ્વરૂપપરમેશ્વર–લેખીને વવાણિયામાં આવતા શ્રીમના ભક્તો, અનુયાયીઓ અને દશનાથી યાત્રાળુઓનું ભાવભીનું આતિથ્ય કરીને તેમની ભક્તિભાવપૂર્વક શુશ્રષા કરવાનું પૂ. જવલબાએ વ્રત આદયુ છે. વાત્સલ્યમૂતિ માતેશ્વરી પૂ. જવલબાને આ સેવાભાવ ખરેખર રસ્તુત્ય ને પ્રેરક છે.
* શ્રીમદ્ રાજચંદ્ર સર્વજ્ઞ, વીતરાગ, જંગમતીર્થસમા દેહધારી પરમાત્મસ્વરૂપ હેવાથી “ પરમકૃપાળુ દેવ’, ‘ભગવાન', “ પ્રભુ', દેવશ્રી, શ્રીમદ્ વગેરે સંજ્ઞાઓથી તેમને ઉલ્લેખ થયે છે,
Page #9
--------------------------------------------------------------------------
________________
વવાણિયાની ભૂમિ શ્રીમદ્ રાજચંદ્રદેવના જન્મથી અને પુનિત પગલાંથી પાવન થઈ છે; તેથી જ આજે વવાણિયા એક પુણ્ય તીર્થ ધામ બની ગયું છે.
એ પરમપુરુષના પરમાત્મસ્વરૂપનું દ્યોતક તે “ શ્રીમદ્ રાજચંદ્ર ” નામે મહદ્ ગ્રન્થરત્ન છે. તેની પુનરુક્તિ કરવાને અહીં આશય નથી. અહીં' તા. પૂ. જવલબાની ઉદાત્ત અને સંસ્કારપ્રેરક ભક્તિના મૂર્તિમંત સ્વરૂપ “ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન ને લગતી કેટલીક હકીકતો, પૃ. જવલબાના ઉદાત્ત જીવનની આછી રૂપરેખા તથા તેમનાં સ્વજનોની આછેરી ઝાંખી અને વિશેષ તો પરમકૃપાળુ દેવના પ્રસંગોચિત થાડાં સમરણો, વચનામૃતા અને મુમુક્ષુઓ સાથેના કેટલાક પ્રસંગોનું આલેખન અને સં'લન કયુ” છે. આ સાત્વિક અને પ્રેરક હકીકતોનું વાંચન-મનન સર્વ જિજ્ઞાસુ-મુમુક્ષુઓને શ્રી પરમકૃપાળુ દેવ પ્રત્યેની પ્રેમભક્તિમાં યત્કિંચિત વૃદ્ધિ કરવામાં કારણભૂત બનશે તે આ નમ્ર પ્રયાસ એટલે અંશે સફળ થયાને સંતોષ અને આનંદ હું અનુભવીશ.
-સંપાદક
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રાસ્તાવિક
કરાંચીમાં ભરાતા અમારા કુટુંબમેળા, અમારા સ્વ. પૂ. પિતાશ્રી ભગવાનલાલભાઈ અને માતુશ્રી પૂ. જવલબાની શીળી છાયામાં કોઈ અનેરો આહલાદ અનુભવતા. સ્વ. પૂ. શ્રી ભગવાનલાલભાઈની સૌ પ્રત્યેની રખેવાળ લાગણી અને પૂ. જવલબાની અમીદષ્ટિભરી સર્વની સંભાળ આજે પણ એ કુટુંબમેળાના એક અવિસ્મરણીય અંગ તરીકે નજર સમક્ષ તરવરી રહે છે.
પૂ. શ્રી ભગવાનલાલભાઈના નિધન પછી થોડાં વર્ષે અમે સૌ જ્યારે મુંબઈમાં મળ્યાં ત્યારે પૂ. જવલબાના ત્રણ પુત્રો : બુદ્ધિધનભાઈ, પ્રફુલ્લભાઈ અને નાના મનુભાઈ; તેમની પુત્રવધૂઓ : સુધાબહેન, સુરભિબહેન અને કુસુમબહેન; તેમ જ ત્રણ પુત્રીઓ : વિદ્યાબહેન, લીલાબહેન અને શાંતાબહેન પણ પરિવાર સાથે ત્યાં જ હતાં. પૂ. જવલબાનાં બહેન કાશીબહેનના પુત્ર નગીનભાઈ અને પુત્રવધૂ ઇંદિરાબહેન પણ ત્યાં સાથે જ હતાં. તેમને મોટા પુત્ર અને પુત્રવધૂ તે સમયે રંગૂન હતાં. આમ દૈવાનુયેગે પૂ. જવલબાની આસપાસ જામેલો આ કુટુંબઝમેલો, આ સમયે તેમના સ્વાસ્થની ઊંડી ચિંતા અનુભવતા હતા. સૌનું અંતર પૂ. જવલબાના હદયની અભિલાષા ઉકેલીને તેમની ઈચ્છાનુસાર વર્તવા તૈયાર હતું.
આથી શ્રી બુદ્ધિધનભાઈ એ પૃ. જવલબાને પૂછ્યું: “તીર્થ સ્થલ વવાણિયામાં ચાલતી ધર્મ પ્રવૃત્તિ આપના સુખના બલિદાનની દ્યોતક છે. મેં પણ મારું જીવન તેમાં પરોવવાનો વિચાર કર્યો છે તો તે અંગે આપ શું સૂચવે છે ? અત્યારે બધાં કુટુંબીઓ અહીં છે તો આપ આપની અંતરેછા જણા એમ અમે આપને વીનવીએ છીએ. વવાણિયા તીર્થની મહત્તા ત્યારે જ સ્થપાય કે જ્યારે પરમકૃપાળુ શ્રીમન્ના અનુયાયીઓને આપના અનુભવના અખૂટ ભંડારને લહાવો મળે. શ્રીમદ્ભા જ-મસ્થાનના ગૌરવને પ્રસ્થાપિત કરવાની સામગ્રીથી સજજ એવું આપનું અંતર ખોલે, જેથી એ અંતરપટ ઊપડતાં, વવાણિયાની તીર્થ ભૂમિના કણેકણમાં શ્રીમદ્દના પુનિત જીવનનું માહામ્ય જીવંત પ્રકાશથી ઝળહળી ઊઠે !”
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦
વવાણિયાને તીર્થ સ્થળ તરીકે સ્થાપવાના વિચારને સર્વ કુટુંબીજનેએ ઊભરતા આનંદથી ઝીલી લીધે. એ આનંદે પૃ. જવલબાના અંતરને ઉકેલવા વિનંતી કરી: “ બા, હવે મૌનનો પરિત્યાગ કરીને જીવન-પૃષ્ઠને શબ્દાંતિ કરે. શ્રીમના સાંનિધ્યમાં વિતાવેલા જીવનપટ પર ઊપસેલાં
મૃતિચિત્રોને શબ્દદેહ આપીને વવાણિયાની ભૂમિએ અનુભવેલી એ પરમ આધ્યાત્મિક જીવનની ઝલકને અમને પરિચય કરાવે. આપનું જીવન એટલે શ્રીમદ્ પ્રત્યેને નિતાંત ભક્તિભાવ. આમ આપના દરેક હલનચલનમાં શ્રીમનુ પરાક્ષ દર્શન પ્રગટતું હોવાથી આપની સાથે સંકળાયેલા જીવનપ્રસંગે શ્રીમદ્ ની જ મહત્તાનું એક પ્રબોધક ગાન બની રહેશે.”
સમયના વહેતા વહેણની સાથે સૌને આગ્રહ ફળ્યો અને પૂ. જવલબાએ નોંધે લખાવવી શરૂ કરી. તેને વ્યવસ્થિત કરીને સુગમ શૈલીમાં સમાજના લાભાર્થે આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. તેનું અધ્યયન સૌને આત્મશ્રેયરૂપ થાઓ એ જ અભિલાષા.
આ પુસ્તકને સુવાચ્ય અને સુંદર બનાવવા માટે અતિશય ખંત અને ઉત્સાહપૂર્વક સાક્ષર આચાર્ય શ્રી અમૃતલાલભાઈ યાજ્ઞિકે તથા શ્રી ચીમનભાઈ દવેએ કીમતી સમયનો સપ્રેમ લાભ આપ્યો છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. અમને આપેલા આવા સાત્ત્વિક સહકાર માટે અમે તેમના હાર્દિક આભારી છીએ. a
-પ્રકાશકે
Page #12
--------------------------------------------------------------------------
________________
સંમાર્જન વિશે
આ પુસ્તકની હસ્તપ્રત જોઈને તેનું સંમાર્જન કરવાની જરૂરિયાત પ્રકાશકોને લાગી. એ કાર્ય કરવાનું મને સૂચવવામાં આવ્યું ત્યારે મેં એ સહર્ષ સ્વીકાયુ', કારણ કે એ નિમિત્તે મારા હૃદયમાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે જે પ્રેમાદરભાવભકિત હતાં તેને અનુરૂપ સેવા કરવાને અવકાશ મળે છે એ વસ્તુ મારે માટે મૂલ્યવાન હતી.
હસ્તપ્રત વાંચ્યા પછી માત્ર ભાષા કે શૈલીની દૃષ્ટિએ જ નહિ પણ અંતરંગની દૃષ્ટિએ થોડા ફેરફાર કરવાની મને જરૂર લાગી. તે વિશે મેં શ્રી અમૃતભાઈ તથા અન્ય સજજને કે જેમણે મને આ કાર્ય સંપ્યું હતું તેમની જોડે વાત કરી. તેમણે ફેરફાર કરવાની મને સંપૂર્ણ છૂટ પ્રસન્ન મનથી આપી હતી. મારુ દષ્ટિબિન્દુ એમને રુચ્યું હતું એટલે જ હું પણ મોકળે મને સંમાર્જનકાર્ય કરી શક્યો છું તે માટે હું વિશેષ કરીને શ્રી અમૃતભાઈને આભારી છું. તેમની તથા તેમના સહકારીઓની ઉદારતાને લીધે મેં મુક્ત મને ફેરફાર કર્યો છે.
મેં ફેરફાર કર્યા છે તેમાં એક દષ્ટિબિન્દુ પ્રધાન રહ્યું છે : મૂળ લેખકના ભક્તિભાવ કે હેતુને વફાદાર રહી તેના વક્તવ્યને સુવાચ્ય કરવું છે. કેટલાકમાં મેં ધરમૂળથી ફેરફાર કર્યા છે અને થોડે અંશે મેં લખાણ કર્યું છે, પણ લેખન પાછળના મુખ્ય આશયને પૂર્ણતઃ વફાદાર રહેવા હું જાગ્રત રહ્યો છું. કેટલુંક લખાણ ગાળી પણ નાખ્યું છે. પણ મૂળ આશયમાં જરા ફેરફાર ન થાય તેને અનુલક્ષીને ફેરફાર કરવા જેવું લાગ્યું હોય તેાયે કર્યો નથી. એટલે જો આમાં ફેરફારથી સહેજ પણ દોષ આવી ગયો હોય તો જવાબદારી મારી છે. અલબત્ત, કેટલાક પત્રમાં જે ભાગ અસ્પષ્ટ હોય છતાંય આખા પત્ર ઉતારવાનો હોય તો તેમાં મેં કશે ફેરફાર કર્યો નથી. કેટલુંક લેખન અપેક્ષિત કાટિએ ન પહોંચ્યું હોય છતાં ભક્તિભાવને અનુલક્ષીને રાખ્યું છે–રાખવું પડયું છે. એટલે સમગ્ર પુસ્તકમાં કેટલેક સ્થળે લેખનકોટિની એકવાક્યતા જળવાઈ નથી એ હું કબૂલ કરું છું. કોઈકે સ્થળે થોડી અસ્પષ્ટતા રહી હોય તો તેને આટલે ખુલાસો કરું છું.
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨
આ કાર્ય કરવામાં મને શ્રીમદ્ની પ્રતિભાભક્તિથી જે સાત્ત્વિક સ ંતાષ મળ્યા છે તેને હું મારું સદ્ભાગ્ય સમજું છું. તેથી આ કા કરવાની મને તક મળી તેમાં હું ખરેખર વિધિને કાઈ સંકેત રહ્યો હોય તેમ સમજું છું.
આ કાર્યમાં મને મારા મિત્ર શ્રી ચીમનભાઈ દવેનેા સાથ મળ્યા છે તેથી તેમને ઘણા આભારી છું.
અમૃતલાલ યાજ્ઞિક
મીઠીબાઈ કૉલેજ,
વિલે પારલે (પશ્ચિમ), મુંબઈ-૫૬.
એસતું વર્ષ ૨૦૨૪
૩-૧૧-૧૯૬૭
Page #14
--------------------------------------------------------------------------
Page #15
--------------------------------------------------------------------------
________________
.
.
TIT!
શ્રીમંદિર (પ્રતિષ્ઠાના સમયે )
Page #16
--------------------------------------------------------------------------
________________
*********.........↔
જન્મભુવન પ્રતિષ્ઠા મહાત્સવજય વવાણિયા
સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સ`તાની ભૂમિ. અનેક સંત—મહાત્મા પુરુષાની તે જન્મદાત્રી છે. શ્રી. આનંદઘનજી, નરસિંહ મહેતા, પ્રીતમદાસ, મીરાંબાઈ, સ્વામી દયાનંદ, પૂ. ગાંધીજીએ—આવા અનેક મહાત્માઓએ તે ભૂમિને પાવન કરી છે.
જગમ તીરૂપ સત્પુરુષા જેમ એ ભૂમિ પર થઈ ગયા છે, તેમ તી સિદ્ધાચલ ( શત્રુજય ), ગિરનાર, તળાજા, દ્વારકા વગેરે સ્થાવર તીર્થા પણ ત્યાં શે।ભી રહ્યાં છે. એવા એ સૌરાષ્ટ્રના વિશાળ પટ પર એક નાની પણ શ્રી સંતની જન્મદાત્રીને કારણે તીરૂપ અનેલી પરમ પાવની શ્રી વવાણિયાભૂમિ, કચ્છની ખાડીના સૌરાષ્ટ્રના કિનારે શે।ભી રહી છે. માણેકવાડાથી ત્યાં વરસાથી આવી વસેલ પંચાણ મહેતાના કુટુંબમાં તેમના પુત્ર રવજીભાઈ ને ત્યાં દેવીસમાં પૂ. દેવમાએ વિ. સ ́વત ૧૯૨૪ના કારતક સુદી પૂનમને રવિવારની રાત્રીએ જગઉધ્ધારક પુત્રરત્નને જન્મ આપ્યા હતા.
કાર્તિકી પૂર્ણિમાના દિવસ દેવદિવાળી તરીકે મનાય છે. મહાપ્રભાવક શ્રી હેમચંદ્રાચાય જીના જન્મ પણ કાર્તિકી પૂર્ણિમાએ જ થયા હતા. જૈનોમાં તે દિવસ શ્રી સિદ્ધાચલજીની યાત્રાના મહિમા દિન ગણાય છે. એવા આ મહાન પાવનકારી દિવસે દેદીપ્યમાન જ્યાતિસમા મહાપ્રતાપી જ્ઞાનભાનુને વવાણિયાની ભૂમિમાં ઉદય થયા.
અહાહા ! આ નાનાસરખા ગામમાં આ શુ? જાણે માનવમહેરામણ ઊભરાઈ રહ્યો છે! વાજિંત્રાના નાદ અને નેાખતના ગડગડાટ ! આ શૈા છે બધા કાલાહલ અને શેના છે આ આનદ?
Page #17
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
ઉત્સવ પ્રસંગે સ્પષ્ટ થાય છેઃ જ્ઞાનભાનુ શ્રીમદ્ રાજચંદ્રદેવના જનમસ્થાને આજે એક વિશાળ ભવનના વિસ્તૃત ઘેરાવામાં, વચ્ચે શિખર અને બે બાજુ બે ગઢ સહિત ગુરુમંદિર પરમ શોભા આપી રહ્યું છે. તેમાં આજના મંગળ દિને પ્રભુની પ્રતિષ્ઠા થવાની છે. | એ પરમપુરુષનાં દર્શન માટે આરસમાં તેઓની મુદ્રા બનાવીને એ વિશાળ ભુવનમાં પધરાવવાના કેડ મારા અંતરમાં કેટલા વખતથી ઘોળાઈ રહ્યા હતા ! અને તે વિચારોમાં ને વિચારોમાં કેટલીય રાતની મારી ઊંઘ પણ ઊડી જતી. મન ખૂબ વ્યાકુળ રહેતું. છેવટે આવા પવિત્ર વિચારોને ઉદારચિત્ત શ્રી ભગવાનલાલભાઈ એ સહર્ષ ઝીલી લીધા. અને વર્ષોથી અંતઃકરણમાં ગુંજી રહેલી એક મહાન ઇરછાને મૂર્તિમંત કરવાનો આજનો સં'. ૨૦૦૦ની કાર્તિકી પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસ આવી પહોંચ્યા.
પ્રભુ મુદ્રા”ની પ્રતિષ્ઠા કરવાની ધન્ય ઘડી પ્રતિક્ષણ નજીક ને નજીક આવતી જાય છે. જય ઘોષણા, જયનાદ હવામાં ગાજી રહ્યાં છે. સી કેાઈ આતુરતાથી રાહ જોઈ ઊભાં છે. પરમ પ્રભુજીને પધરાવવાનો મહાન લહાવો કોણ લે છે તે જોવા સૌ કોઈ મીટ માંડી રહ્યા છે. વિધિનિષ્ણાતો “ જલદી કરો, જલદી કરો, કેમ વાર થાય છે ? મુહૂર્ત નજીક આવી રહ્યું છે,” એવી બૂમો પાડી રહ્યા છે. લોકો કહે છે, “ અરે ભાઈ, શ્રી ભગવાનલાલભાઈને તો સખત તાવ આવે છે. પ્રભુને હવે કેશુ પધરાવશે ? ” આ ગડમથલ ચાલતી હતી ત્યાં મોટેથી બુદ્ધિધનભાઈનો અવાજ આવે છે, “ રસ્તો કરો, બાજુ પર ખસતા જાઓ. પૂ. બા પધારે છે, પ્રભુને પૂ. બા પધરાવે છે.” એ પ્રમાણે બધાને જણાવીને મારા હાથ ઝાલી આગળ આગળ ચાલીને શ્રી બુદ્ધિધનભાઈ ગુરુમંદિરમાં મને લઈ આવ્યા. પાછળ સૌ કુટુંબીજનો પણ આવ્યાં. | મંત્રોચ્ચાર અને જયઘોષના નાદ વચ્ચે, “ પરમકૃપાળુ દેવની જય હો ’ના બુલંદ અવાજે સાથે શુભ પળે પ્રભુ પધરાવીને હું કૃતાર્થ થઈ અને ધન્ય બની. અનેક દિવસની ભક્તિથી સેવાયેલા સ્વપર ઉપકારક વિચારો ફળીભૂત થઈને મૂર્તિમંત થયાને અનેરા આનંદ મેં અનુભવ્યા.
Page #18
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
www
આ પ્રતિષ્ઠામહેત્સવ પર મુખઈ, ગુજરાત તેમ જ સૌરાષ્ટ્રના પ્રદેશેામાંથી ઘણા મુમુક્ષુભાઈ એ કુટુ′ખ સાથે પધાર્યા હતા. તેઓ બધા મળીને લગભગ સાતેક હજાર જેટલી સખ્યામાં હતા. આ મહેાત્સવ કાર્તિક સુદ ૧૩થી ૧૫ સુધી ધામધૂમથી ઊજવવામાં આવ્યા હતા. તે વખતે અનાજ, ખાંડ વગેરેની માપખ`ધી હતી. પણ મારખીનરેશ ઠાકેારસાહેબ શ્રી લખધીરસિંહજી મહારાજાએ આ પ્રસંગે અસાધારણ સહાનુભૂતિ દર્શાવી અને જેટલી જોઈ એ તેટલી ખાંડ, અનાજ વગેરે પૂરું પાડયુ. તે ઉપરાંત ગાદલાં, ગેાદડાં, સામાન લઈ જવા તેમજ મહેમાનાને દહીંસરાથી વવાણિયા જવા-આવવા મેટર, ખસ, ખટારાએ વગેરેની અન્ય સગવડો આપીને તેઓશ્રીએ પ્રશસ્ય અનુકૂળતા કરી આપી હતી. વ્યવસ્થા સાચવવા પેાલીસ-પાર્ટી પણ ગાઢવી આપી હતી. ત્યારે આજની જેમ દહીંસરાથી વવાણિયા સુધીની ટ્રેઈન ચાલતી નહેાતી. ઉપરાંત ઠાકારસાહેબે મેારબીથી દહીંસરા સ્પેશિયલ ટ્રેઈના દોડાવી હતી, અને યાત્રાળુઓ દહી’સરાથી વવાણિયા સહેલાઈથી આવી શકે તે માટે પણ અસની સગવડ કરી આપી હતી અને તે પણ મધુ વિના મૂલ્યે.
પછી મહારાજાસાહેબના શુભ હસ્તે મદિરના ઉદ્ઘાટનિધિ થયા. તેએાશ્રી સાથે મેાટા રાજ્યાધિકારીઓ તથા અગ્રગણ્ય વ્યાપારીએ પણ પધાર્યા હતા. મહારાજાસાહેબે અને અન્ય ભાઈ એએ પ્રસ`ગને અનુરૂપ સુંદર ભાવવાહી વ્યાખ્યાને આપીને મહેાત્સવની શે।ભામાં વૃદ્ધિ કરી હતી. આ પ્રસંગે મેારખીનાં મહારાણીશ્રી પ્રભુનાં દર્શનાર્થે પધાર્યા હતાં. તેમણે પ્રભુની આરતી ઉતારી હતી.
ગામમાંથી પ્રભુના વરઘોડા ‘જ્ઞાનપ્રકાશ મદિર' સુધી લઈ જવામાં આવ્યેા હતા જેમાં સરકારી બૅન્ડ, પેાલીસ-પાર્ટી અને મુમુક્ષુ ભાઈ એ તથા મહેને પાંચથી છ હજારની સંખ્યામાં જોડાયાં હતાં.
આ વ્યાવહારિક કાર્યમાં મહારાજસાહેબની અમને માટી મદ મળી હતી. તેઓએ ભક્તિભાવભર્યા ભાગ લઈ સુપુણ્ય
Page #19
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
ઉપાર્જન કર્યું છે. ઠાકોરસાહેબ લખધીરસિંહજી મેરબીથી વખતોવખત ફેનથી ખબર પૂછતા. જે કાંઈ જઈ એ તે તરત જ મોકલી આપતા. આવા ધર્મ પ્રેમી અને પ્રજાવત્સલ રાજા-રાણીના પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી માટેના આવા ઉત્કટ આદર અને સેવાભાવ એ એક રીતે જેમ તેમની ઉચ્ચ સંસ્કારિતા દર્શાવે છે, તેમ બીજી રીતે આપણા ભારતદેશની પવિત્ર પ્રાચીન પ્રણાલિકાની ઉચ્ચતાનું સમરણ કરાવે છે. આવા સુજ્ઞ રાજવીઓનું આવું ઉદાત્ત વર્તન એ વાતની સાક્ષી પૂરે છે કે તેમણે શ્રીમદ્દ કથિત એ વચન જીવનમાં ઉતારી દીધું છે : “ રાજા હો કે રંક હા-ગમે તે હાપરંતુ....આ કાયાનાં પુગળ થોડા વખતને માટે માત્ર સાડાત્રણ હાથ ભૂમિ માગનાર છે* ?” અને એમને એ વાતનું નિત્યસ્મરણ હોય છે કે, “ સર્વોત્તમ પદ સવ ત્યાગીનું છે.”*
* “ પુષ્પમાળા’ ૧૯, * શ્રીમદ્ રાજચંદ્ર તત્ત્વદીપિકા ” પાનું ૬૪, “વચનામૃત” ૧૩.
Page #20
--------------------------------------------------------------------------
Page #21
--------------------------------------------------------------------------
________________
21મદ રાજચંદ્ર
જેમ લુવન
શ્રીમદ્ રાજચંદ્રનું મૂળ રહેણાકનું મકાન-વવાણિયા (જેના પર અત્યારનું ‘જન્મભુવન” રચવામાં આવ્યું છે. ) -
Page #22
--------------------------------------------------------------------------
________________
ગરવા ગુરુ અને ગરથી જન્મભૂમિ
અંતર આજ અતિ ઉલસે, શી જન્મભૂમિ ગરવી! ભક્ત મુમુક્ષુ મન હરનારી, કલ્યાણક નરવી. પશ્ચિમ ભારતની પટરાણી, વવાણિયા પૂરી ‘ વખણાણી ’ શ્રીમદ્દનનીનું પદ પામી, ઉચ્ચ ધર્મ ની અનુગામી. ....અંતર આજ૦
સૌરાષ્ટ્ર પ્રભાવ તું તુજથી, જગ જેમ નિશા શશી ઉદયથી, મંદિર મનેાહરો દૂરથી, પ્રણમું ઉરથી હરખી હરખી. ...અંતર આજ જિન મંદિર સહુ ગુરુ મંદિર આ, કરુણામૂર્તિ ગુરુરાજ મહા, ચરણે મન લીન રહેા જ સદા, મન મગળ દર્શન કાજ ત્યહાં. ....અંતર આજ૰
પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા વળી સવ કળા ધરી અહીં આવ્યા, મા દેવુમાને અહલાવ્યા શ્રી રાજચંદ્ર અમ મન ભાવ્યા.
....અંતર આજ૦
અહા, કિશાર કાળે ભવ ભાવ્યા, સ્મૃતિ પડદાએ સઘળા ટાળ્યા, શ્રુત નયને સહુ ધર્મી ભાળ્યા, સમ્યક્દર્શન ગુણ સૌ પાળ્યા.
...અંતર આજ૰
પ્રભુ સત્ય ધર્મને ઉદ્ધરવા, અશરીરી અજ્ઞાન કલંક મહા હરવા, કરી દેહની
ભાવ સદા વરવા, આપે ના પરવા. ....અંતર આજ૦
ગુરુ સત્ પુરુષાર્થ સદા કરતા, ખરી નિષ્કારણ કરુણા ધરતા, વળી મેાક્ષ-માર્ગ કંટક હરતા, અમ સમ નિષ્મળને ઉદ્ધરતા.
...અંતર આજ॰
હે સદ્ગુરુ શ્રીમદ્, ઉર વસો, અવરોધક બળ સામે ધસો, અણુસમજણુ અમ સઘળી હરો, ભક્તિ-મુક્તિ પદ્મ ઉર ધરજો.
અંતર આજ
Page #23
--------------------------------------------------------------------------
Page #24
--------------------------------------------------------------------------
________________
શ્રીમદને સાત વર્ષની વયે થતું જાતિ મરણ જ્ઞાન વવાણિયાની સમશાનભૂમિમાં બળતી ચિતા દેખી
બવાણીઆનો સ્મશાન ભૂમિમાં બળતી ચિતા દેખી , શ્રીમદ ને સાત વર્ષની વયે થતું જાતિ મ૨ણ જ્ઞાન ,
Page #25
--------------------------------------------------------------------------
Page #26
--------------------------------------------------------------------------
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદજીના ધર્મ પત્ની ૫.કબકબા.
જન્મ. હિ ? ૧૯૮૬
દેહ વિલુપ ઇ, ૧૩૦
૯ળ-
24 ૬. ૧૮
૮ - ૧૪૪૪
Page #28
--------------------------------------------------------------------------
________________
સહાત્મ સ્વરૂપાય નમઃ
મારા પૂ. માતુશ્રી અઅકસ્માઇ
મારા પૂ. માતુશ્રી, શ્રીયુત રેવાશંકરભાઈ જગજીવનભાઈ ઝવેરીના મેોટાભાઇ પોપટલાલભાઇના પુત્રી થાય. તેમનું નામ ઝબકબાઇ હતું. (A
1701
પરમ કૃપાળુદેવને કારણાવશાત્ મારખી જવુ થયું હતુ ત્યારે ત્યાં સબંધીજનાની પ્રેરણાથી અવધાન કર્યા હતાં. આ જોઈ પૂ. રેવાશંકરભાઈને આશ્ચર્ય થયું અને પેાતાને ઘેર ચા પાણી માટે આમંત્રણ આપ્યુ. પરમ કૃપાળુદેવ રેવાશકરભાઈને ઘેર પધાર્યા ત્યારે શ્રી ઝબકબાઈ ત્યાં હતાં ત્યારે પ. કૃ, દેવે કહ્યું કે :–“આ તમારા મોટાભાઈના પુત્રી છે તેનુ નામ ઝબક છે” આ પ્રમાણે વાત થયેલી.
ત્યારપછી રેવાશંકરભાઈને તથા શ્રી પોપટલાલભાઇ ને શ્રી પ. કૃ. દેવ સાથે ઝબકમાઈના સગપણનો વિચાર થયો, અને પૂર્વ પ્રારબ્ધાનુસાર તેમ થતાં મારા માતુશ્રી આ મહાત્મા સાથે સં. ૧૯૪૪ની સાલમાં લગ્નગ્રંથિથી જોડાયા.
આ સત્ પુરૂષના પ્રતાપે મારાં માતુશ્રીમાં ઘણી રૂડી સ’સ્કારીતા પ્રાપ્ત થઇ. તેમનું જીવન સત્યપરાયણ, સરળ અને સ્વભાવે કોમળ હાઇ પક્ષપાત વિનાનુ હતુ અમારા અને મારા ફઇબાના બાળકામાં તે દિ ભેદભાવ રાખતા નહી. આથી મારા માતુશ્રી સોને પ્રિય થઈ પડયાં હતાં.
Page #29
--------------------------------------------------------------------------
________________
પ. કુ. દેવનુ જીવન સ'સારમાં વિરકત ભાવે હાઈ ઉદાસીનભાવે રહેતા. તે મારા માતુશ્રી સમજતાં હતાં પણ શાંતિથી અને સાષથી રહી આનદ માનતાં તે ૫. કુ. દેવના કાર્યં માં કયારેય પણ અવરોધરૂપ થતાં નહીં. મારા માતુશ્રીએ કાઇને કહેલ કે “તેમનું (પ. કૃ. દેવનુ) જીવન સાધુ જેવુ છે.”
મારાં મેઢા માતુશ્રી દેવમા માાં પડયા ત્યારે તેઓ અને નડીયાદ હતા. નડીયાદમાં પૂજ્ય દેવમા માંદા પડવાની ખબર જતાં તેઓ અનેએવવાણીએ આવી ઘણી સેવા કરી મેટા માતુશ્રીને માંદગીથી ઘણી નબળાઇ આવી જવાથી ચાલી શકતા નહી જેથી પ. કુ. દેવ સાથે રહી મારા મોટા માતુશ્રીના હાથ ઝાલીને ચલાવતા હતાં. ઘણા વખતે કઇંક શરીર સરખું થયું ત્યાં સુધી પેાતે વવાણીયા રોકાયા હતા. બંનેયે માબાપની જે સેવા બરદાસ્ત કરી તેનું અનુકરણ કરવાની આપણને શક્તિ આપે.
કુટુંબમાં શાંતિથી રહી નિસ્પૃહભાવે તેમણે આત્માનુ સાધ્યું, જ્યારે ગૃહસ્થાશ્રમમાં વવાણીઆ હતા ત્યારે મારાં માતુશ્રી કમેદ ખાંડતાં હતાં, ત્યારે પ. કૃ. ધ્રુવ થાડે દુર બેટા,
“ધાર તરવારની સાહલી દેહલી,
ચૌદમાં જિન તણી ચરણ સેવા”
એ પદ મહાત્મા આનંદઘનજીનું ખેલતા હતા આ દૃશ્ય મે' નજરે જોયેલુ, મારા માતુશ્રીને કાઇએ કહ્યું કે તમે આવા
Page #30
--------------------------------------------------------------------------
________________
પૈસવાળા છતાં હાથે કામ કરો છો ? મારા માતુશ્રીએ ૫. કે દેવને આ વાત કરી પ. કૃ. દેવે પૂ. દેવમાને કહ્યું કે “મા !. બીજા પાસે કામ કરાવી લેતા હતા ? દેવમા કહે “ભાઈ ! મોરબી નગરશેઠના ઘરના કામ હાથે કરે છે અને આપણે પણ કરીએ કામ કરવામાં ખોટ નહીં” એ પ્રમાણે ખુલાસો પૂ. દેવમાંએ કરતાં સૌને આનંદ થયે.
૫. કુ. દેવનો દેહ વિલય થયે તેને આગલે દિવસે મારા માતુશ્રીને માળા ફેરવવાનું કહેલું શ્રી પ. કે. દેવના દેહ વિલય બાદ પોતે ઉદાસીન ભાવે એકાંતમાં ઝાઝો વખત રહી જે તેમને સ્મરણ આપેલ તે માળા ફેરવતાં. આ રીતે પોતાનો જીવનકાળ વ્યતીત કરતાં.
પૂર્વના અશુભ કર્મના ઉદયે રેવાશંકર જગજીવનની પેઢીને આપસમાં કેસ ચાલ્યા ને તેમાં અનેક વીટ બનાઓ પડી, અને ફેંસલે થયો. ત્યાર પછી મારા ભાઈ છગનલાલ અને મારા કાકા મનસુખલાલ એ એના નામથી છગનલાલ મનસુખલાલના નામની કંપની શરૂ કરી. ચાર મહિના મારા ભાઈ છગનલાલ પેઢી ઉપર બેઠા ત્યારબાદ તે બિમાર પડ્યા બાર મહિના બિમારી ભેળવીને ભાઈ છગનલાલને દેહ છુટી ગયો. આથી મારા માતુશ્રીનું જીવન નિરસ થઈ ગયું અને પ્રભુએ આપેલ માળામાં મન પરોવી રાખતા. ત્યાર પછી એક વર્ષે મારા લગ્ન થયા પણ તેમને (મારા માતુશ્રીને) તેમાં રસ ન હતો. મારાં લગ્ન પછી ૮ મહીને મારો નાનો ભાઈ રતીલાલ પણ ગુજરી ગયા, આવા
Page #31
--------------------------------------------------------------------------
________________
દુઃખદ પ્રસંગે એક પછી એક આવ્યા. છતાં મારા માતુશ્રી આવા દુઃખદ પ્રસંગેામાં પણ સહનશીલતા રાખી જીવન વિતાવાં. ત્યારબાદ મારા માતુશ્રી ઝળકબા પણ બિમાર પડયાને સં. ૧૯૭૦ની સાલમાં પ્રભુના સ્મરણમાં શાંતિપૂર્વક દેહ છોડયા (પૂજ્ય માએ લખાવેલુ),
1026
✰✰✰
- A
Page #32
--------------------------------------------------------------------------
Page #33
--------------------------------------------------------------------------
________________
પ. પૂ. શ્રી જવલખા ( જયાબહેન ) જન્મ- 6ક સુદ-૯ વ્રત ૪૦
Page #34
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યમૂર્તિ ૫. શ્રી. જવલબા (જયાબહેન)
તરણતારણ, જ્ઞાનાવતાર સંપુરુષોની ઉપકારવૃત્તિ માનવઇતિહાસમાં સદાકાળ એક સોનેરી પ્રકરણરૂપે શોભી રહે છે. આપણા આ ધૂંધળા વર્તમાનયુગમાં પણ એ ઉપકારવૃત્તિએ પોતાને પ્રાદુર્ભાવ કરીને એક મહદ્ ઉપકાર કર્યો છે. એ પ્રાદુર્ભાવ એટલે પરમકૃપાળુ આત્મસ્વરૂપ શ્રીમદ્ રાજચંદ્રનું મૂર્તિમંત સયુરુષ સ્વરૂપે સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર પુણ્યતીથ વવાણિયામાં થયેલું પ્રાકટય. ત્રિવિધ તાપમાં બળતા માયાગ્રસ્ત જીવોને એ કારુણ્યમૂર્તિનું પરમ ઉપશમ સ્વરૂપ આત્મચરિત્ર અને તેમને સાધ એ પરમ શીતળ જળસમાન છે. “જે મનુષ્ય સપુરુષના ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે.* *' શ્રીમદ્દનું આ કથન પણ એ જ મર્મનું સૂચક છે.
એટલે જીવોના વાસ્તવિક કલ્યાણ માટે આવા જંગમતીર્થ સમા સપુરુષોનાં ચરિત્ર, સદુપદેશ, મુદ્રા, પવિત્ર જન્મભૂમિ, નિવાસસ્થાન, આસન વગેરે સવ પૂજાણું બની રહે છે. - આવી વિભૂતિઓના ચરિત્ર – રહસ્યને આરાધવાનો સુઅવસર અન્ય મુમુક્ષુઓને પણ પ્રાપ્ત થાય તે અથે" આ ઉજવળ પરંપરાને સાચવવામાં તેઓશ્રીના પ્રભાવક વૃત્તિના અનુયાયી ભક્તજનોએ પણ જે યથાશક્તિ ફાળે આપ્યા છે તે અવિસ્મરણીય છે. આ
*જુઓ - મેક્ષમાળા'. શ્રીમદે તેમની સોળ વરસ અને પાંચ માસની ઉંમરે ત્રણ દિવસમાં એ રચી હતી. જેનધમ ને યથાર્થ રીતે સમજાવવા તેમાં પ્રયત્ન કર્યો છે. વીતરાગમા નું' બીજ હૃદયમાં રોપાય એ તેનો હેતુ છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જનમભુવન wwAwwwwwwww
ઉજજવળ પરંપરામાં, પુણ્યક્ષેત્ર વવાણિયામાં, “ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન” એક મહાન તીર્થધામ બની રહે છે. દૂરદ્રથી મુમુક્ષુઓ આવે છે અને આ પુણ્યતીર્થ માં વર્તમાન યુગના આ આડંબરરહિત દર્શનનો લાભ લઈને પાવન થાય છે.
આવું પાવનકારી કાય જેમની નિષ્કામ ભક્તિ, સદુધમ અને પ્રભાવક વૃત્તિનું પરિણામ છે તે પૂ. બહેનશ્રી જવલખા એટલે સાંસારિક દૃષ્ટિએ શ્રીમદુનાં સુપુત્રી. તેમને તો તેમની પાંચ- છે. વર્ષની નાની ઉંમરમાં જ આવી દિવ્ય વિભૂતિનું' પિતા સ્વરૂપે સાન્નિધ્ય પ્રાપ્ત થયું. એ સભાગી બચપણના કુમળા અંતરમાં દેવી પિતાની મહાનુભાવતાની છાપ કરાવા લાગી અને ઉત્તરોત્તર તેઓશ્રીની ચર્ચા – ચેષ્ટા દ્વારા પોષણ મળતાં તેમને પિતાની અપૂર્વતા સમજાઈ ગઈ.
આવી અપૂર્વતાનો સ્પર્શ પામેલું હૃદય જ્યારે તેણે ઝીલેલી સ્મૃતિસિદ્ધિને જિજ્ઞાસુઓ સમક્ષ વ્યક્ત કરે છે ત્યારે તે કોઈ લોકોત્તર હેતુ ખાતર તેમ કરતા હોય છે. અને તેનું પરિણામ પણ “ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન” જેવું જ લોકોત્તર હોય છે.
આટલી નાની ઉંમરમાં પણ પૂ. બહેનશ્રીના સ્મૃતિપટ પર આવાં ઉદાત્ત દાની સ્મૃતિ કરાઈ રહે છે, તેમના પ્રભુની પુત્રીરૂપે પ્રગટવાના સદ્દભાગ્યની જેમ, પૂર્વના આરાધક આત્માની ઝાંખી કરાવે છે. તેમણે પોતાનું જીવન ભગવરૂપ પિતાની ભક્તિમાં ઓતપ્રોત કરી દીધું. એમની ભક્તિ એ જ તેમને માટે આજીવન સાધના બની રહી. તેમના પરિચયમાં આવતાં તેમની વાત પરથી સ્પષ્ટ જણાઈ આવતું કે તેમનો સાંસારિક ભાવ એકસરતો જતો હતો અને પરમાત્માની ભક્તિ અને તે પ્રભાવનામાં વૃદ્ધિ થાય તેવાં સાધના યોજીને તેમને સુવ્યવસ્થિત રાખવામાં તેમનું મન સતત પરોવાયેલું રહેતું હતું. સંસારનાં ઉપાધિજન્ય કાર્યો સતુ–દષ્ટિવાન જીવ જેમ પરાણે કરે છે તેમ પૂ. બહેનશ્રી તેવાં કાર્યો એક અનિવાર્ય ફરજરૂપે પરાણે કરતાં. તેમણે તે હવે એક જ ધર્મ સ્વીકાર્યો છે કે પરમકૃપાળુ શ્રીમદ્મભુમાં પ્રીતિ ધરાવનારા તેમના અનુયાયીઓ અને મુમુક્ષુઓ તીર્થધામ વવાણિયામાં જ્યારે
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૫
દશનાર્થે આવે ત્યારે તેમના ઉમળકાભેર આદર – સત્કાર કરવા અને વાત્સલ્યભાવે તેમની ખાવાપીવાની, સૂવાબેસવાની વગેરે નાનામાં નાની સુખસગવડ પર ધ્યાન આપવું.
પરમાર્થ સાચવી તેને દીપાવવા માટે ઉદાર ભક્તિ ઉપરાંત અન્ય સદગુણોની પણ આવશ્યકતા રહે છેઃ નમ્રતા, લઘુતા, ગંભીરતા, ધીરજ, સહિષ્ણુતા, વાણીમાધુર્ય, હિંમત, હાંશ, વાત્સલ્ય તથા ઔદાય વગેરે સદ્દગુણો આવશ્યક બની રહે છે. પૂ. જવલખામાં આ ગુણાનું દર્શન થાય છે. તેમના સાન્નિધ્યમાં તેમના અપાર સદભાવ અને વાત્સલ્યની પ્રતીતિ થાય છે અને વાત્સલ્યમૂતિ બા” એ શબ્દો સૌના મેમાંથી સહેજે સરી પડે છે. માતાથી પણ અધિક સંભાળ લેતાં આ ‘ખા ’નું દર્શન ખરેખર પાવનકારી છે.
કમ ગતિની વિચિત્રતા અનુસાર શાતા-અશાતા, અનુકૂળતાપ્રતિકૂળતા, ગૃહસ્થના ઘરના બહોળા કુટુંબ-વહેવારને કારણે ઊભી થતી અનેક પ્રકારની વ્યાવહારિક વિટંબણાઓ વચ્ચે પણ દઢ સંક૯પબળથી લોકોત્તર શુભ સંસ્કારાના પ્રાપ્ત થયેલો વારસો, તેના પર કોઈ પ્રકારનું આવરણ આવવા દીધા વગર, અણીશુદ્ધ જાળવી રાખવાનું કાર્ય ઘણું કપરું' છે. એ મહદુ પુણ્યની નિશાની છે અને બહારથી સામાન્ય જણાતા જીવનના ઊંડાણમાં રહેલા પ્રભાવક આત્માનાં લોકોત્તર લક્ષણોનું સૂચક છે. - પૂ. બાનું અંતઃકરણ ખરેખર કેવું સાત્ત્વિક અને નિર્દોષ છે ! તેમને હંમેશાં મનમાં થયા કરતું કે, “શું માણસ ખરેખર જૂઠું" બાલી શકતા હશે ? અન્યાય, અનીતિ આચરી શકતો હશે ? ? ? તેવું તેનાથી કેમ બનતું હશે ? સાતસો મહાનીતિ* વાંચતાં મનમાં એમ થાય કે “ પ્રભુએ આમ કેમ લખ્યું હશે ? !” સંવત ૨૦૧૫માં એટલે કે પિતાની ૨૫ વર્ષની ઉંમરે પૂ. જવલબાએ જણાવેલી આ વાત છે. એ હકીકત સૂચવે છે કે આ બહુરંગી દુનિયાના પ્રપંચી ખેલને તેમના સરળ ભદ્રસ્વભાવને કયારેય પાશ લાગ્યા
** મહાનીતિ’–‘વચન સપ્તશતી)-જુઓ ‘તત્વદીપિકા ” પા. ૨૧થી ૪૬.
Page #37
--------------------------------------------------------------------------
________________
૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
ન હતો. આવા સાત્ત્વિક સત્યાત્માએ જ પરમાર્થ માગને અને ગુરુભક્તિનો મર્મ પામી શકે છે. | આવી વ્યક્તિઓની ગણના લૌકિક નહીં” પણ લોકોત્તર માનવીએમાં થાય છે. હવે પછીનું તેમનું વૃત્તાંતનિરૂપણ તેમના ઉદાત્ત જીવનનાં ઊજળાં પાસાંઓનો પરિચય કરાવે છે. તે ખરેખર સાચાં માતેશ્વરી છે અને સવ મુમુક્ષુઓની એ શીતળ છાયા રૂપ છે. તેમનું ગૃહજીવન ઉભય પક્ષે સાત્ત્વિક ને સરળ છે. તેમની કૃતજ્ઞતા અને ગુણગ્રાહુતા દૃષ્ટાંતરૂપ બની રહે છે. તેમની અપૂર્વ ભક્તિ અને મુમુક્ષુ યાત્રિાનું આતિથ્ય અને સુશ્રુષા–ભાવ, તે બધાંના ફળસ્વરૂપ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન” સાથે સદૈવ સંકળાયેલા રહીને પ્રભાવશાળી આત્માનો સદાય વિજય પોકારી રહેશે.
Page #38
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય જવલબાનાં
સંસ્મરણો
પ્રભુ રાજચંદ્રની કુળપરંપરા અને જીવન વિષે જાણવાની સૌની ઇચ્છાથી પૂ. શ્રી. જવલખાએ તેમનાં પૂ. દાદીમા અને વડીલો પાસેથી સાંભળેલી અને પ્રત્યક્ષ જોયેલી હકીક્તો નીચે પ્રમાણે જણાવી છે :
સૌરાષ્ટ્રમાં આવેલુ વવાણિયા બંદર, પૂર્વે તેની જાહોજલાલી અને વેપાર-રોજગાર માટે સુવિખ્યાત હતું. વસ્તી અને વસ્તુ અને દષ્ટિએ એ આજે છે તેના કરતાં અનેકગણું સમૃદ્ધ હતું. સમયનાં વહેણ સાથે આજે આ સ્થળ પૂવ જેવું રહ્યું નથી. પણ એ મહાપુરુષને જન્મ આ નાનકડા ગેકુળિયા જેવા ગામમાં હાઈ ને આજે એ પવિત્ર તીર્થધામ બન્યું છે. - આ મહાપુરુષનો જન્મ શા. દામજી પીતાંબરના કુટુંબમાં થયા હતા. એમના પિતામહનું નામ પચાણભાઈ હતું. તેઓ મારી પાસે આવેલા માણેકવાડા ગામના મૂળ રહીશ હતો. તેઓ પાંચ ભાઈઓ હતા. તેમની સંપત્તિ એટલી વિપુલ હતી કે તેના ભાગ ગણતરીએ નહી" પાડતાં તાંસળીઓ પાડયા હતા. પંચાણભાઈને દીકરા નહીં હોવાથી તેમને ઓછો ભાગ આપ્યા તેથી માઠું લાગતાં પોતાનું વતન છોડી તેઓ વવાણિયા આવીને રહ્યા* અને વહાણવટાનો ધંધો શરૂ કર્યો. રવીચી માતાની તેમણે e *સંવત ૧૮૯૨માં વવાણિયા આવ્યા પછી દાદાજીએ એક મકાન વેચાતું લીધું હતું અને એ જ મકાનમાં શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ થયો. (શ્રીમદ્ રાજચંદ્ર જીવન સાધના’ પાનું ૨.).
Page #39
--------------------------------------------------------------------------
________________
૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
WWW
wwww⌁n⌁me
માનતા રાખી. ત્યાર બાદ પુત્રનેા જન્મ થયા. તેથી તેમનું નામ રવજીભાઈ પાડયુ.. ઉંમરલાયક થતાં માળિયામાં રાઘવજી શાહની દીકરી શ્રી. દેવમાઈ સાથે શ્રી. રવજીભાઈનાં લગ્ન થયાં. દેવબાઈ સ્વભાવે સરળ દેવી સમાન હતાં. તેમનાં પૂ. સાસુજી ભાણખાઈ ને તથા સસરાજી પૂ. પંચાણભાઈ ને આંખની તકલીફ હોવાથી પૂ. દેવમા તેમની સુશ્રૂષા અને ઘરનું કામકાજ ખૂબ ઊલટથી કરતાં. વહુની આવી એકનિષ્ઠ સેવાચાકરીથી તે બહુ પ્રસન્ન રહેતાં. પૂ. દેવમાને ત્યારે ખાળક નહેાતુ. એક વાર સાસુએ આશિષ આપી કે ઃ વહુ બેટા ! ફૂલની જેમ ફૂલો !'
:
અત્રેની રામમદિરની જગ્યામાં ત્યારે પૂ. રામખાઈમા આવી રહ્યાં હતાં. પૂ. રામબાઈમા પવિત્ર ખળબ્રહ્મચારિણી હતાં. ઘણાં દયાળુ હોઈ તેમણે અનાથ અને સાધુસંતાની સેવાનું વ્રત આદર્યું હતું. તેમની જગ્યા સૌ અભ્યાગતાને માટે સદા ખુલ્લી હતી. તેમનુ ચરિત્ર વિસ્તારથી ‘રામબાઈમા' નામના પુસ્તકથી પ્રસિદ્ધ થયેલું છે. રામબાઈમાની પાસે દેવમાનુ પ્રસ ગેાપાત્ત જવાનું થતુ.
રામબાઈમાનાં લગ્ન નાની ઉમરમાં થયાં હતાં. સાસરિયાં તેમને આણુ તેડવા આવેલા ત્યારે દુકાળને કારણે ભૂખ્યાં બાળકાનાં ટાળેટાળાં તેમને ગામ વાંટાવદર આવ્યાં હતાં. લેાકેા નિયપણે તેમને મારીમારીને હાંકી કાઢતા હતા. આ જોઈ પૂ. રામબાઈમાને અત્યંત દયાભાવ સ્ફુર્યા. સૌ બાળકાને પેાતાને શરણે લીધાં ને સાસરે ન ગયાં. અનાથ ખાળકાને લઈ પિયેર ઘેાડી ચાલી નીકળ્યાં અને વવાણિયા આવી, આજે જ્યાં રામમદિર છે ત્યાં આવીને રહ્યાં અને પેાતાનું સમગ્ર જીવન અનાથ, દીનદુઃખિયા અભ્યાગતાની સેવામાં તેમ જ પ્રભુભક્તિમાં ગાળ્યુ. સૌને તેમનાથી શાંતિ મળતી. પૂ. દેવમાને પણ તેએ એક ઉત્તમ વિસામે હતાં. તેમણે પૂ. દેવમાને એક ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થશે એમ કહ્યું હતુ' અને એ ભવિષ્યવાણી ખરી પડી.
મારા પિતામહ ( રવજી અદા ) સ્થાનકવાસી જૈન હતા. તેમનામાં ગરીબે પ્રત્યે બહુ દયાભાવ હતા. ગરીબેને અનાજ, કપડાં વગેરે આપતા. સાધુસ'ત, ફૅકીર પર પણ તેમને બહુ આસ્થા
Page #40
--------------------------------------------------------------------------
________________
પૂ. વજીદાદા
Page #41
--------------------------------------------------------------------------
________________
પૂ. દેવામાં
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જયંભુવન : : ૯
હતી. તેમની સેવા, ભક્તિ કરે અને જમાડે પણ ખરા. વવાણિયામાં ત્યારે કેાઈ આલિયા ફકીર આવેલા. તેમની સેવા તેમણે બહુ કરી હતી. તેમની પાસે દરરોજ ભેજન વગેરે લઈને જતા. એક વખત તે એલિયાએ મારા પૂ. દાદાને કહ્યું: ‘રવજી, કલ સબેરે તુમ જલ્દી આના.” તેમણે કહ્યું : “ બહુ સારું', બાપજી, વહેલો આવીશ.' બીજે દિવસે ઘરે મહેમાન આવેલા, તેમની સરભરા કરવામાં બાપજી પાસે જતાં મોડું થયું. મહેમાનો માટે ચૂરમું કર્યું હતું તે બાપજીને જમાડવા માટે લઈને ગયા. ફકીર બાવા પાસે પહોંચતાં જ તેમણે કહ્યું: ‘ રવજી, તુમ બહુત દેરસે આયે. અચ્છા ! રવજી, તેરેકે દો લડકે હોંગે, એક તો બડા નામ નિકાલનેવાલા હોગા, ઔર દૂસરા ભી અચ્છા હોગા. દેશનાં લડકે તુમ્હારા નામ રોશન કરે‘ગે. મગર બડા લડકા સબકો વંદનીય હોગા. લેકિન રવજી, તુમ બહુત દેરસે આયે, વક્ત ચલા ગયા. ઇનકે આયુષ્ય મેં ફેર પડેગા ઐસા માલુમ હોતા હૈ. તુમ અબ ઘર પર જાઓ, તુમ્હારા ભલા હોગા.’
- પૂ. દેવમાં પ્રત્યે તેમનાં સાસુજીને બહુ વહાલ હતું અને તેઓ કહેતાં : દેવ ! તું તો મારે ત્યાં દેવી જેવી છે. તારા જેવી ભલી વહુ કેઈકને જ ત્યાં હશે. બેટા, સૌ સારું થશે.
આમ સાધુસંતોની સેવા અને સાસુ-સસરાના આશીર્વાદ પૂ. દેવમાને ફળ્યા અને સંવત ૧૯૨૪ના કાર્તિક પૂર્ણિમાને વાર રવિની પાછલી રાત્રિએ* દેવદિવાળીના દિવસે પૂ. દેવમાએ પુત્રરત્નને જન્મ આપ્યો જેમનું નામ તે દિવસથી “ રાયચંદભાઈ '* રાખવામાં આવ્યું.
પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય, એમ આ ભવ્ય વિભૂતિ દિનપ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી. ચંદ્ર જેવા શીતળ અને સૂર્ય
* રાત્રે બે વાગ્યે.
*તેમનું હુલામણાનું નામ “ લક્ષ્મીનંદન” હતું'. સં'. ૧૯૨૮માં તે બદલીને રાયચંદ’ પાડવામાં આવ્યું. આગળ જતાં તેઓ શ્રીમદ્ રાજચંદ્ર નામે પ્રસિદ્ધ થયા. (જીવન-સાધના) .
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwwwwwww જેવા તેજસ્વી પોતાના બાળકને તેડીને પૂ. દેવમાં રામમંદિરે પૂ. રામબાઈની પાસે જતાં. પ્રભુ સાત વર્ષના થયા ત્યારે રવજી અદા તેમને નિશાળે બેસાડવા લઈ ગયા. વવાણિયાની નિશાળમાં લાવ્યા ને ત્યાં મોટા માસ્તરને વિનંતી કરી કે મારા આ એકના એક દીકરાને બરાબર ભણાવજો; એને મારશો કે લડશે નહીં. આવી ભલામણ કરી મેટા માસ્તરને સોંપી તેઓ ઘરે આવ્યા.
પ્રભુની અપૂર્વ તેજસ્વિતાએ મુખ્ય શિક્ષકના અંતરમાં પ્રેમ જગાડયો અને તેમના હાથ નીચેના શિક્ષકને લાવીને કહ્યું, ‘લવજીભાઈ, આને પ્રેમ રાખી ભણાવજો. જરા પણ ખિજાતા નહી' કે મારતા નહી".’ લવજીભાઈના મનમાં થયું કે મોટા માસ્તરના સંબ'ધીના પુત્ર હશે તેથી આમ ભલામણ કરતા હો. લવજીભાઈ તો પોતાના વર્ગમાં બાળ રાજચંદ્રને લઈને ગયા. એકથી પાંચ સુધી આંકડા લખી આપ્યા અને કહ્યું, ‘રાયચંદ, જા કલાસમાં બેસી ઘૂંટી લાવ.”
પ્રભુ પાટી તરફ એક નજરે જોઈ રહ્યા અને વિચારમગ્ન થયા, તરત જ શિક્ષકને જઈને કહ્યું કે સાહેબ, આ તો મને આવડે છે. એમ કહી પાંચે આંકડા લખી બતાવ્યા. શિક્ષકના મનમાં થયું કે ઘરમાં તેને શીખવ્યા હશે. બીજે દિવસે પ્રભુએ સો સુધી લખી બતાવ્યું. શ્રી સ્યુલીભદ્રજીના ચરિત્રમાં તેમની બહેનો સખધી એવું વર્ણન આવે છે, કે પ્રથમ બહેનને એક વખત સાંભળે ત્યાં જ યાદ રહી જતુ, બીજી બહેનને બે વાર સાંભળતાં ને ત્રીજી બહેનને ત્રણ વાર સાંભળતાં યાદ રહેતું'. તેઓ એકપાઠી, એપાઠી, ત્રણપાઠી, એમ કહેવાતાં. પ્રભુ જન્મથી જ એકપાડી હતા. તેમની મૃતિલબ્ધિને લીધે તેમને એક વખત જોતાં કે સાંભળતાં બધુ યાદ જ રહી જાય.
પ્રભુ થોડા દિવસ નિશાળે ગયાં ત્યાં તો તેમના શિક્ષક પ્રભુની અપાર શક્તિ જોઈ નવાઈ પામી ગયા. એક વાર ગુજરાતી પહેલી ચાપડીના પાઠ વંચાવ્યા તે પ્રભુ બરાબર એક પણ ભૂલ વિના વાંચી ગયા. તે જોઈને શિક્ષક શ્રી લવજીભાઈ તો તાજુબ થઈ ગયા. મોટા માસ્તર પાસે રાયચંદને લઈ ગયા અને કહ્યું કે,
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૫
સાહેબ, આ વિદ્યાર્થી મારા ક્લાસનો નથી, ઉપરના ધેરણનો છે. આ બાળકને મારે શું ભણાવવું ? ગમે તે કવિતા, પાઠ, અર્થ, ગણિત જે કહીએ તે બધું જ જરા પણ ભૂલ વિના તે જ પ્રમાણે બાલી તથા લખી જાય છે. મુખ્ય શિક્ષક આ જાણી આશ્ચર્ય પામ્યા અને એક વિદ્યાથીને મોકલી રવજીભાઈને લાવી પૂછયુ’ કે ‘તમારા આ બાળકને તમે ઘરે ક'ઈ અભ્યાસ કરાવે છે ? ”
રવજીભાઈ અદીએ કહ્યું કે, “ સાહેબ, પાટી ને પેન નિશાળે તેને બેસાડયો ત્યારે જ લાવ્યો છું. તે સાંભળી સુસંસ્કારી મોટા માસ્તરને બરાબર સમજાઈ ગયું કે આ બાળક પૂર્વજમના કોઈ આરાધક દેવાંશી પુરુષ છે. આમ સમજી ગયા પછી તેઓ તેમને પોતાની પાસે જ બેસાડતા.
પ્રભુના બાળમુખે જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યની કવિતાઓ બોલાવતા. પ્રભુએ એક જ વર્ષમાં ચાર ધોરણનો અભ્યાસ કરી લીધા હતા. ચોથા ધોરણની પરીક્ષા લેવા માટે મોરબી સ્ટેટના એજ્યુકેશનલ ઇન્સપેક્ટર સાહેબ શ્રીયુત પ્રાણલાલભાઈ વવાણિયા આવેલા. સમજુ અને વિચક્ષણ પુરુષે કાઈના પરિચયમાં આવતાં જ તેમને કળી જાય છે. પરીક્ષા લેતી વેળાએ જ પ્રભુની લાક્ષણિકતાનું ઇ-પેકટર પ્રાણલાલભાઈને ભાન થયું, તેમણે શાળાશિક્ષકને પૂછયુ’ : ૧૬ આ વિદ્યાર્થી કોણ છે ? ” મુખ્ય શિક્ષકે કહ્યું, “સાહેબ, દેખાય છે તો આ નાનકડો બાળક, પણ પૂર્વના સંસ્કાર લઈને આવેલા કોઈ બાળાગી છે એમ અમે તેને સમજીએ છીએ. એક વર્ષમાં જ તેણે ચાર ચોપડીના અભ્યાસ પૂરો કર્યો છે.” આ સાંભળી પરીક્ષક સાહેબ બાળપ્રભુની સાથે વાતે વળગ્યા. તેમ કરતાં કંઈક લખાણ થતાં તેમાંથી ધર્મ વિષયની ચર્ચા નીકળી. તે પરત્વે આ આ બાળકનું વિવેકયુક્ત અને ગંભીર ભાવનિરૂપણ થતાં પ્રભુ પુર ઇન્સ્પેકટર સાહેબને બહુ પ્રેમ આવ્યા અને ઉલ્લાસમાં આવી તેઓ પોતાની સાથે તેમને જમવા તેડી ગયા.
પ્રભુએ તે વયમાં રચેલી કવિતાઓ – જેમાંથી કેટલીક તો છાપામાં પણ મોકલી હતી તે તેમને બતાવી. તે સઘળુ" જોઈને અને સાંભળીને તેમને બહુ જ આશ્ચય ઉત્પન્ન થયું અને પ્રભુને
Page #45
--------------------------------------------------------------------------
________________
૧૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwwwww
wwwwwww
કહ્યું કે, “ જ્યારે મેારખી આવવાનુ થાય ત્યારે જરૂર મને મળવાનું રાખજો. ’
પ્રભુ તેર વર્ષના હતા ત્યારે તેમને વવાણિયામાં આવેલા કચ્છ દરબારના ઉતારે (તેમેના અક્ષર સરસ અને શુદ્ધ હેાવાથી ) નકલેા કરવા એલાવતા હતા.*
ખળવયમાં જ પ્રભુની આવી અદ્ભુત શક્તિ અને જ્ઞાનપ્રભાવ ખરેખર આશ્ચય ઉપાવે છે. એમનું જીવન જ પૂર્વજન્મની, કની અને આત્માની સ્પષ્ટ પ્રતીતિ કરાવે એવું છે. એમણે પેાતે જ આ સંધે એક કાવ્યમાં દર્શાવ્યુ' છે કે, લઘુવયથી અદ્દભુત થયા, તત્ત્વજ્ઞાનને આધ એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શેાધી.... જે સ`સ્કાર થવા ઘટે, અતિ અભ્યાસે કાંય વિના પરિશ્રમ તે થયા, ભવશ‘કાશી ત્યાંય ?.... જેમ જેમ મતિ અલ્પતા, અને માહુ ઉદ્યોત; તેમ તેમ ભવશ’કના, અપાત્ર અંતર જ્યાત..... કરી કલ્પના દૃઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અસ્તિ તે સૂચવે, એ જ ખરા નિર્ધાર.....
આ ભવ વણુ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ, વિચારતાં પામી ગયા, આત્મધર્મનુ મૂળ...*
પ્રભુએ કરેલ અવધાનેાની વાત સાંભળતાં જ આશ્ચર્ય ચકિત થઈ જવાય છે. શી અદ્ભુત સ્મરણશક્તિ! ખાવન અવધાના સ'ખ'ધમાં તેમણે પોતે જ લખ્યું છે તે વાંચવાથી તેમના અદ્ભુત માહાત્મ્યનેા અને ભક્તિપ્રસન્નતાના ખ્યાલ આવશે.
આ અવધાન પ્રત્યેાગેા, પોતે જ કહ્યુ છે તેમ, ‘આત્મ-શક્તિનું કત વ્ય’ છે. તેઓનાં તે વચને પણ સહજ તેમ જ અદ્ભુત આત્મસામર્થ્યનું ભાન કરાવે છે. પ્રખર વિદ્વાનેા અને રાજ્યાધિકારીઓ
*આ વાત લવજીભાઈ મેાતીચંદ પાસેથી પૃ. જવલખાને જાણવા મળી છે. *શ્રીમને સાત વર્ષની ઉંમરે જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયેલું અને વૈરાગ્ય ભાવ વધવા લાગેલા તે સંબધી આ કાવ્ય તેઓશ્રીએ સં. ૧૯૪૫માં લખેલું.
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ રાજચંદ્ર જમભુવન : : ૧૩
પણ મુંબઈમાં તેઓશ્રીના અવધાનપ્રયોગો જોઈ આશ્ચર્યમુગ્ધ થયા છે. છતાં તેઓ પોતે તે સિદ્ધિઓથી પોતાના ધ્યેયમાંથી વિચલિત થયા નથી.
તેમનું લક્ષ્ય આત્મસ્થ થવા પ્રત્યે હોવાથી આ પ્રકારના પ્રયાગના મોહમાંથી તેઓશ્રી વિરક્ત થયા હતા એ જ એમને અપૂર્વ વૈરાગ્ય સૂચવે છે.
ભક્તકવિ પ્રીતમદાસે કહ્યું છે : ‘જન્મ મરણમાં આવે નહીં', જેનું મન વસિયું હરિમાંહી.”
પ્રભુની કથાવાર્તાના શ્રવણ-મનનમાં, એટલે કે તેમના બાહ્યાંતર ચરિત્રને સાંભળવામાં ને સમજવામાં આપણું ચિત્ત રહ્યા કરે એ જ ઈષ્ટ છે, એ જ આત્મશ્રેયરૂપ છે. પ્રભુએ પણ કહ્યું છે કે,
સ-ઉલ્લાસથી ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કમને ક્ષય થાય છે.”
( ૨ ) મારો જન્મ સંવત ૧૫૦ના કાર્તિક સુદ પાંચમ (જ્ઞાનપંચમી)ના રોજ થયા છે. બાળવયમાં પ્રભુતુલ્ય પિતાની છાપ, તેમની પ્રતિભા અંતરમાં દઢમૂલ કરાઈ રહી છે અને જાણે એ જ મારા મનની સમગ્ર પ્રેરણા બની રહી છે. અંતરમાં તેમના પ્રતિ સતત ભક્તિભાવ ઊભર્યા કરે છે. એ ખરેખર પ્રભુનો અનુગ્રહ છે.
વવાણિયાના મૂળ ઘરમાં પૂ. બાપુજીની જ્યાં બેઠક હતી ત્યાં એક દફતરપેટી* હતી. તેની સામે પોતે ગાદી પર બિરાજતા. બહારગામથી મુમુક્ષભાઈ એ દશન-સમાગમ અર્થે આવતા, ત્યારે તેઓ સૌ ત્યાં એમની સન્મુખ બેસતા. આ દશ્ય જોઈને એ બાળવયમાં કેાઈ અને ભાવ અંતરમાં જાગી ઊઠતો, અને પૂ. પિતાજીની પ્રતિભાની આછેરી ઝાંખી થતી.
બેડકને ખડ લાંબો હતો. ત્યાં આંટા મારતા તેઓને ઘણી વાર મેં જોયા છે. તે દેશ્ય અત્યારે પણ જેવું ને તેવું સ્મૃતિમાં તાજુ'
* ઢાળિયું
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
છે. તે વખતની તેમની મુદ્રા, પાછળ રાખેલા હાથ, અને ગંભીર ગતિએ ગાથાની ધૂનમાં ભરતાં ડગ —આ બધું આબેહૂબ સ્મૃતિ પર તરવરે છે. ગાથાની જે ધૂન તેઓશ્રી ઉરચારતા તે નીચે મુજબ હતી તેવું સ્મરણ છે :
‘ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં, માહ નડિયા કલિકાલ રાજે.” ધાર તરવારની....૩ આ ગાથા બહુ જોરથી અને ભારપૂર્વક બેલતા. એ દૃશ્ય હજુ પણ મારા અંતરમાં રમી રહ્યું છે. બીજી ગાથા :‘ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે.” *
આ પદ પણ તેઓશ્રી ઉલાસપૂર્વક ઉરચારતા. એ રણકાર હજુયે જાણે કાનમાં ફરીફરીને શું જ્યા કરે છે. એવી સુમધુર, ગ'ભીર વાણી બીજે કયાંય હજી સાંભળવા મળી નથી. - પ્રભુ ધૂન લગાવતા. “દોડત દોડત દોડત દેડિયા, જેવી મનની રે દાડ,” તથા “ધાર તરવારની સોહ્યલી, દોહ્યલી ચૌદમા જિન તણી ચરણસેવા’ અને ‘ અપૂર્વ અવસર એ કયારે આવશે.’ આ ધૂનોના ભણકાર આજે પણ મને સંભળાયા કરે છે અને તેના મરણથી ભક્તિમાં વૃદ્ધિ થાય છે. સાચે જ એ સત્સંગના ઉપકાર છે–મહિમા છે.
ફળિયામાં સી‘દરીના ખાટલા ઉપર પૂ. પિતાજી નહાવા બેસતા. એક વખત ઓસરીના બારણામાં હું ઊભી હતી ને બાપુજી નહાતા હતા. તે પ્રસંગે દેહની ક્ષણભંગુરતાને પડકારતું અને તેને અતિક્રમી જતું કેાઈ દૈવી તેજ તેમની કંચનવર્ણ કાયામાંથી પ્રગટતું હોય તે તેમને નિહાળીને મને અનુભવ થયેલ. એની અવિરમરણીય સ્મૃતિ આજે પણ મારા હૃદયમાં એ અલૌકિક અનુભવની યાદ આપે છે, ત્યારે હૃદયમાં એ ભક્તિતેજ પથરાઈ રહે છે.
#સ્વાત્મ વૃત્તાંત
Page #48
--------------------------------------------------------------------------
Page #49
--------------------------------------------------------------------------
________________
સ્વ. પૂ. શ્રી મનસુખલાલભાઈ (શ્રીમના નાના ભાઈ).
જનજી - વિક જ વત ૧૮ 32. £ ૬૧ % -
_દ
Page #50
--------------------------------------------------------------------------
________________
સ્વ. ૫. મનસુખલાલભાઈ (શ્રીમદના નાના ભાઈ)
મારા કાકા મારા પૂ. પિતાજી કરતાં નવ વર્ષ નાના હતા. એક વાર અને ભાઈ એ સાંજના બહારથી ફરીને ઘરે આવ્યા ત્યારે રાત પડી ગઈ હતી ને ડેલી બંધ હતી. તે ખખડાવી એટલે અદા ખોલવા માટે આવ્યા, ત્યારે મારા બાપુજીએ બહારથી બૂમ મારી ને કહ્યું કે, “કાકા, આઘા રહા, અદર સર્પ છે.” રવજી અદા ડેલી થી આઘા ખસી ગયા ને જોયું તો ખરેખર ત્યાં સર્પ હતો. પૂ. દેવમાએ મને આ વાત કરી હતી. બંને ભાઈ ઓ વચ્ચે ઘણા જ મેળ હતા. લેકે કહેતા કે રામ અને લક્ષ્મણ ની જોડી છે.
વવાણિયામાં અમીચંદભાઈ નામે ગૃહસ્થ હતા. તેમના ગુજરી જવાના ખબર પ્રભુને પડયા એટલે પોતે વિચારમાં પડી ગયા કે મરી જવું' એટલે શું ? એ વખતે પ્રભુની ઉંમર સાત જ વર્ષની. દાદા પંચાણભાઈને તેમણે પૂછયું : “ ગુજરી જવું' એટલે શું ? ” દાદાએ સમજાવ્યું કે ‘એમાંથી જીવ નીકળી ગયા, હવે એ બાલશે-ચાલશે નહી અને તેને તળાવ પાસે મસાણમાં બાળી નાખશે. જા, રાંઢા કરી લે. તું બાળક એમાં ન સમજે.” પ્રભુ રે ઢો કરવા બેઠા પણ મગજમાં તેની તે જ વાત ઘૂમ્યા કરતી હતી. જલદી રેઢા પતાવી બહાર નીકળી ગયા અને કેાઈ ન દેખે તેમ તેઓ તળાવ પાસે પહોંચી ગયા. જ્યાંથી અમીચંદભાઈનો મૃતદેહ દેખાય તેવા બે શાખાવાળા બાવળ પર પાતે ચડી ત્યાં ઊભા રહીને જ્યાં અમીચંદભાઈનું શબ બળતું હતું તે જોયું ને જોતાંવેત અંતરમાં મંથન શરૂ થઈ ગયુ’: આવા એક માણસને બાળી દેવા તે કેટલી નિર્દયતા ! આમ વિચારમાં અને વિચારમાં આવરણ ખસી ગયું', ભાન પ્રગટયું', અને જાતિસ્મરણ જ્ઞાન થયું.
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwww
વવાણિયામાં શ્રી રાજજન્મભુવન”માં આ પ્રસંગની એક મોટી છબી છે. તેમાં કલાકારે આ ભાવે સુંદર રીતથી આલેખ્યા છે.
પૂ. દેવમા કહેતા હતા કે પ્રભુ નાના હતા ત્યારે તેમને એક દિવસ શાક સમારવા આપ્યું. પ્રભુ શાક સમારતા જાય અને અશ્રુધારા વહેતી જાય. પૂ. દેવમાએ આ જોયું. તે કહેવા લાગ્યાં : “ આટલું શાક સમારવામાં પણ તને રડવું આવે છે ? ” પ્રભુ શું કહે? તેમના અંતરમાં તો લીલોતરીના જીવન પર કરુણા વરસી રહી હતી. તે કારણથી અશ્રુધારા વહેતી હતી. જ્ઞાનીની આ અંતરવેદના કાણુ સમજે ?
વવાણિયામાં દાદા પંચાણભાઈ, પ્રભુની દસ વર્ષની ઉંમર હતી ત્યારે ગુજરી ગયા. પ્રભુને દેણી લઈને સ્મશાનમાં જવાનું થયું હતું. રસ્તામાં ચાલતાં બાવળની શૂળ વાગી, પણ તેને કોઈ ઉપાય કર્યો નહીં. આ વાત કહેતી વખતે મેટાં માતુશ્રી કહેતાં કે “ ત્યારે પણ તેમને દેહ પ્રત્યે મમતા નહોતી.”
મારા માતામહનું નામ મહેતા પોપટલાલ જગજીવન. મુંબઈમાં ઝવેરી રેવાશંકર જગજીવનના નામથી જે પેઢી ઓળખાતી તેમના તે ભાઈ થાય. બીજા પણ બે ભાઈઓ હતા જેમનાં નામ ડૉ. પ્રાણજીવનદાસ મહેતા અને ભાઈચંદ જગજીવન. પ્રભુનું સગપણ થયા પહેલાં સોળ વરસની વયે તેમનું મેરબી પધારવું થયેલું ત્યારે સંઘવી જનોના આગ્રહથી અવધાન કરવાનું ત્યાં થયેલું. તે અવધાનપ્રયાગો રેવાશંકરભાઈ એ જોયા. તેમને ઘણું" આશ્ચર્ય થયું. પ્રભુ પર સ્નેહ ઊભરાતાં તેમણે પોતાને ત્યાં પ્રભુને આમંત્રણ આપ્યું. ઘરમાં તેમના ભાઈ પોપટલાલનાં પુત્રી ચૌદ વર્ષનાં હતાં. નાસ્તાપાણીની સરભરા તેમણે કરી હતી. તેમને જોઈ પરમકૃપાળુ દેવશ્રીએ રેવાશંકરભાઈને પૂછયું : “ આ પોપટલાલભાઈનાં પુત્રી છે? એનું નામ ઝબક છે?” ત્યાર પછી પોપટલાલભાઈ વગેરેને યોગ્ય લાગતાં તેમણે ઝબકબાનું સગપણ પ્રભુ સાથે કર્યું. પ્રભુએ કહ્યું છે : ‘ કર્મગતિ વિચિત્ર છે.’ વિશેષમાં જણાવ્યું છેઃ “અહોહો! કમની કેવી વિચિત્ર બંધ સ્થિતિ છે ? જેને સ્વપ્ન
Page #52
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૭
પણ ઇચ્છતો નથી, જે માટે પરમ શેક થાય છે ? એ જ અગાંભીય દશાથી પ્રવર્તાવું પડે છે.” (વ. ૮૧.) | સંવત ૧૯૪૪ના મહા સુદી બારસે તેઓશ્રીએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. અને સંવત ૧૯૪પના મહા વદ સાતમે લખે છે : ઉદય આવેલાં પ્રાચીન કર્મો ભોગવવાં; નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે. એ શ્રેણીમાં વર્તન કરવા મારી પ્રપૂર્ણ આકાંક્ષા છે....' (વ. ૫૦.) ‘કમ ગતિ જાણે તે જાણે. જ્ઞાનીની વાત. કર્મોદય સમજવા વિકટ છે. ”
મારાં પૂ. માતુશ્રી ઝબકબાએ કાઈને વાત કરી હતી કે તેમનું (મારા પિતાજીનું) સમગ્ર જીવન સાધુ જેવું જ હતું.
પૂ. રવજી અદા કહેતા કે તારા બાપુ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર ” લખી ગયા છે તે સઘળાં શાસ્ત્રોનો સાર છે.
એક પ્રસંગની વાત છે. વવાણિયામાં વીરજી દેસાઈ કરીને એક ભાઈ રહેતા હતા. એક દિવસ પ્રભુએ તેમને પૂછયું: ‘મારી કાકીને કંઈ થાય તો તમે બીજી વાર પરણો ખરા ?” વીરજી દેસાઈ એ જવાબ દીધો નહીં. છ મહિના થયા ત્યાં તો તેમનાં પત્ની ગુજરી ગયાં. દેસાઈ ફરી સગપણ કરવાની તૈયારીમાં જ હતા. પ્રભુએ તે વાત જાણી ત્યારે તેમને કહ્યું : “ છ મહિના સુધી સગપણ કરશો નહીં.” બાળવયથી જ લોકોમાં સામાન્યપણે પણ પ્રભુના જ્યોતિષના જ્ઞાનની કંઈક ચમત્કારિક પ્રતિષ્ઠા હતી. જેથી દેસાઈ એ તેમના વચન પર વિશ્વાસ લાવી સગપણની વાત અટકાવી દીધી. અને બન્યું પણ એવું જ કે બરાબર છ મહિના પૂરા થયે તેમને રાત્રે ઉપાશ્રયથી ઘેર આવતાં સર્પ કરડયો અને તેઓ ગુજરી ગયા.
પરમકૃપાળુ દેવ પોતે ચાખ્યા વગર જ ચીભડાં કડવાં છે કે મીઠાં તે કહી દેતા તેથી પૂ. માને બહુ જ આશ્ચર્ય થતું'.
એક વાર તેઓ મોરબી મારે મોસાળ પધાર્યા હતા. આવીને ઓટલા પર બેસી ગયા. સામે પાડોશમાં રહેનાર બાઈ એ કહ્યું:
શ્રી. ૨.
Page #53
--------------------------------------------------------------------------
________________
૧૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
“તમારા જમાઈ આવ્યા છે, બહાર તો આવો.” તે સાંભળી જલુબાઈ એવા ઉલ્લાસમાં આવી ગયાં કે ચૂલે હાંડલું મૂકેલું હતું તેમાં આંધણનું પાણી મૂકવાનું ભૂલી જઈ ધાયેલા ચોખા ખાલી હાંડલીમાં એરી દઈ બહાર આવ્યાં. એટલે પરમકૃપાળુ દેવશ્રીએ કહ્યું: ‘જમાઈ આવે એટલે ઉલ્લાસમાં ધાણી ફૂટે.’ કહેવાના. આશય એ હતો કે રસોડામાં ચેખાની ધાણી ફૂટે છે.
વવાણિયામાં એક શિવુભા બાપુ છે. તેમણે મને એક વાર એક વાત કરેલી. તે આ મુજબ હતી : શિવુભાના બાપુ મામિયાજી હરદાસજીનાં લગ્ન હતાં. તેમના ભાઈજી શ્રી ભૂપતસિંહ લખમણજી અવારનવાર પ્રભુ પાસે આવતા હતા. ભૂપતબાપુને પ્રભુએ કહ્યું કે બાપુ, તમે આજે સામૈયામાં જશે નહી અને જાઓ તે ઘોડે ચડશે નહીં. તેમણે કહ્યું કે નહી જાઉં'. પણ પછીથી તેઓ ઘાડે ચડી સામૈયામાં ગયા. ઘોડા દોડાવતાં તે ભડકયો અને વરરાજાના ગીડા સાથે અથડાતાં ભૂપતસિંહબાપુને કપાળમાં ગાડાનું ડાગળું વાગ્યું અને જ્ઞાનમંદિરે જતાં મિયાણાવાસ પાસે અત્યારે જે ઝાંપો છે ત્યાં પડયા અને થોડી વારમાં મરણ પામ્યા.
વવાણિયામાં મારાં માતુશ્રી એક વાર કમદ ખાંડતાં હતાં ત્યારે પ્રભુ થોડે દૂર બિરાજ્યા હતા અને ગાથાઓ બોલતા હતા. મેં પાંચથી સાત વર્ષની વયે જોયેલી આ વાત છે. તે હજુ પણ યાદ. આવ્યા જ કરે છે. મારાં માતુશ્રીને કેાઈ એ વિાદમાં કહ્યું કે તમે પૈસાવાળા ઝવેરી કહેવાઓ અને છતાં હાથે કમેદ ખાંડો છો ?” આ વાત મારાં માતુશ્રીએ બાપુજીને કરી જેથી તેઓએ મારાં માતુશ્રી દેવમાને કહ્યું: ‘કામ કરવા માટે માણસ રાખી લેતાં હા તો ? ” પૂ. દેવમા કહેઃ “ઘરનું કામ કરવામાં ખટ- ખાંપણ નહી'. ગામના નગરશેઠનાં ઘરમાં પણ કરે અને આપણે પણ કરીએ.’ મારાં માતુશ્રીને સમાધાનકારક જવાબ મળી ગયે. - મારાં પૂ. માતુશ્રી સરળ, વિનયવાન અને સેવાભાવી હતાં. વડીલોની આજ્ઞાનુસાર વર્તતાં. તેમની છબી ઉપલબ્ધ નથી. તે વખતમાં છબી પડાવવાનો રિવાજ નહોતા. મારાં પૂ. માતુશ્રીના દેહ છૂટયા પછી પૂ. દેવમાં ખંભાત ગયાં હતાં. ત્યાં પૂ. બાપુભાઈ એ એમના ફોટા પાડી લીધેલ, જે તેમની પાસેથી મળેલ છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જમભુવન : : ૧૯
wwwwww
જ્યારે નડિયાદમાં મારાં પૂ. માતુશ્રી અને પરમકૃપાળુ દેવશ્રી હતાં ત્યારે વવાણિયાથી પૂ. દેવમા ખીમાર થયાંના સમાચાર મળવાથી અને વવાણિયા પધાર્યા હતાં. પ્રભુએ પૂ. દેવમાની ચાકરી ઘણી જ સરસ કરી. પેાતે તેમની પાસે જ બેસી રહેતા. પૂ. દેવમા માંદગીને કારણે ચાલવુ સાવ ભૂલી જ ગયાં હતાં તેથી પ્રભુ તેમને હાથ ઝાલીને ચલાવતા. ‘અપૂર્વ અવસર’તુ પઢ પ્રભુએ પૂ. દેવમાના ખાટલા પર બેઠાં બેઠાં લખ્યુ હતું. આ વાત મને મારાં ફાઈના દીકરા હેમ'તભાઈ એ કહી હતી.
એક વાર મારા કુઆ ટોકરશીભાઈ તથા મારા માટાભાઈ (૩) કૃપાળુદેવ સાથે ઈડર ગયા હતા. ત્યાંથી પ્રભુ વાણિયા પધાર્યા પછી ઘેાડા વખત રહીને મુંબઈ પધાર્યા. ઘેાડા દિવસ પછી અમે કુટુ અસહિત મારાં પૂ. માતુશ્રી અને પૂ. દેવમા સુદ્ધાં મુંબઈ ગયાં હતાં. ત્યાં ટોકરશી મહેતા ગુજરી જવાથી અમે સૌ વવાણિયા પાછાં આવ્યાં અને પ્રભુ ધરમપુર પધાર્યા. ત્યાંથી વવાણિયા પાછા ફર્યા ત્યારે તેઓશ્રીના શરીરે નબળાઈ વર્તાતી હતી. આ સઘળુ મારી સ્મૃતિમાં હજી સુધી જેમનુ' તેમ જ છે. પછી મેારખી રહેવાનું રાખ્યું. ત્યાં સૌ કુટુ બી સાથે હતાં. ત્યાર પછી કૃપાળુદેવની તબિયત વઢવાણમાં વધુ નરમ થઈ ગઈ હતી. ત્યારે પૂ. દેવમા ત્યાં હતાં. તેમણે પૂ. રવજીભાઈ ને તારથી ખખર આપ્યા. તાર આવતાં મારાં પૂ. માતુશ્રી તથા પૂ. રવજી અદા પરાઢિયે ગાડીમાં બેઠા, ત્યારે જતી વખતે પૂ. અદાએ પ્રતિજ્ઞા કરી કે હું ભાઈનુ માહુ જોયા પછી ગાયાને ઘાસ નાખી અન્નપાણી લઈશ. ત્યાં પહેાંચીને પ્રભુને જોયા પછી તેમને શાંતિ થઈ. કાઈ મુમુક્ષુ ભાઈ એ રવજી અદાને કહ્યું કે હવે દાતણ કરો. કૃપાળુદેવે જ્ઞાનમાં જાણી લીધેલું કે આવી રીતે તેમણે પ્રતિજ્ઞા કરી છે, એટલે પેલા ભાઈ ને કહ્યું કે ચાકમાં ગાયાને ઘાસ નંખાવા ત્યાર પછી જ તેઓ અન્નપાણી લેશે, તે પહેલાં નહીં લે.
વઢવાણુ કૅમ્પ પછી અમદાવાદમાં આગાખાનને ખ'ગલે પ્રભુને રહેવાનુ થયું. ત્યાંથી તેમણે કાગળમાં લખાવ્યું કે ‘અત્યારે બધા અહી' છે. સાખરમતીને કાંઠે દીકરા એકલા છે પણ મા નથી,’
Page #55
--------------------------------------------------------------------------
________________
૨૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
ત્યારે અમે સૌ કુટુંબીઓ અમદાવાદ ગયાં. ત્યાંના બધા મુમુક્ષુ ભાઈ એની ભક્તિ વગેરે આજે પણ સઘળું યાદ આવે છે.
પછી પ્રભુ અમદાવાદથી માટુંગા, શીવ અને ત્યાંથી તિથલ પધાર્યા હતા, પૂ. અદા સાથે જ હતા. પછી સંવત ૧૯૫૭માં વઢવાણ કેમ્પ અને પછી રાજકોટ ગયા હતા. રાજકોટમાં કરસનજી મૂલચંદવાળા નાનચંદ અનુપચંદભાઈ ને ઘરે એક દિવસ રહેલા. ત્યાંથી બીજે દિવસે ગામ બહાર ખુલ્લી હવાને કારણે સદરમાં રહેવાનું રાખ્યું હતું. એક દિવસ તબિયત વધારે નરમ થતાં પૂ. દેવમાને બહુ દુ:ખ થયું. તેમને શાંતિ આપતાં પ્રભુએ કહ્યું : * જે છે તે પરમ દિવસે.” તેમ મારાં પૂ. માતુશ્રીને જણાવ્યું હતું કે"""""નામની માળા ફેરવવી.
પ્રભુને રાજકોટ રહેવાનું થયુ ત્યારે ત્યાં ઘણા મુમુક્ષુઓ આવતા. પણ શરીરે ઘણી અશક્તિ હોવાને કારણે ડૉકટરે વાતચીત વિશેષ ન કરવાની સલાહ આપેલી. પત્રો લખાવવા પડે તે એક બે લીટીના જ લખાવતા. રાજકોટથી લખેલો છેલે પત્ર આંક ૫૧ અને આંક સ્પ૪-અંતિમ સંદેશાનું કાવ્ય “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં જ છે. મારા કાકા પૂ. મનસુખભાઈ એ પ્રભુની છેવટ સુધીની સ્થિતિનું વર્ણન તેમની પોતાની મનોવ્યથા સાથે એક પત્રમાં ટૂંકમાં આ પ્રમાણે કર્યું છે : “મનદુઃખ ! હું છેવટની પળ પયત અસાવધ રહ્યો. તે પવિત્રાત્માએ આડકતરી રીતે મને ચેતવ્ય તથાપિ રાગને લઈને તે હું સમજી શકયો નહીં'. હવે મરણ થાય છે કે તેઓશ્રીએ મને એક વાર ચેતવણી આપી હતી. દેહત્યાગના આગલા, દિવસે સાયંકાળે પૂ. રેવાશંકરભાઈને, નરભેરામભાઈ ને અને મને ના કહ્યું, ‘તમે નિશ્ચિત રહેજે. આ આત્મા શાશ્વત છે. અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાના છે. તમે શાંતિ અને સમાધિ ભાવે પ્રવતશે. જે રત્નમયી જ્ઞાનવાણી આ દેહ દ્વારા વ્યક્ત થવાની હતી તે કહેવાને હવે સમય નથી. તમે પુરુષાર્થ કરજે....” અમે તો એવી જ ગફલતમાં રહ્યા કે અશક્તિ જણાય છે. રાત્રિના અઢી વાગ્યે અત્યંત શરદી થઈ તે સમયે તેઓશ્રીએ જણાવ્યું કે * નિશ્ચિત રહે, ભાઈનું સમાધિમૃત્યુ છે.” ઉપાયો કરતાં શરદી
Page #56
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જનમભુવન : : ૨૨
ઓછી થઈ. સવારે પોણા આઠ વાગ્યે દૂધ આપ્યું તે તેઓએ. લીધુ. સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયાના યોગો હતા. પોણા નવે કહ્યું : “ મનસુખ, દુ:ખ ન પામતા. માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું'.” સાડાસાત વાગ્યે જે બિછાનામાં પોઢયા હતા, તેમાંથી એક કાચ પર ફેરવવાની મને આજ્ઞા કરી. મને લાગ્યું કે અશક્તિ ઘણી જ જણાય છે, માટે ફેરફાર ન કરો. ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કર. એટલે કેચ પર સમાધિસ્થ ભાવે સુઈ શકાય તેવી વ્યવસ્થા કરી. તે જ કાચ પર તે પવિત્ર આત્મા અને દેહ સમાધિભાવે છૂટા પડયા. આમા છૂટા થવાનાં લેશમાત્ર ચિહ્નો ન જણાયાં અને મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભા ફોટા પડાવેલ તે જ સ્થિતિમાં કાચ
સલા રે - {\. પર પાંચ કલાક સમાધિસ્થ રા. લઘુશંકા, દીર્ઘ શકા, મઢે બપો૨ ૨. પાણી, આંખે પાણી કે પરસેવાનું એક બુંદ નહોતું આવ્યું'. carsa qb પાણાઓઢથી બે વાગ્યા સુધી કંઈ જ વિપરીત ચિહ્નો ન જણાયાં. દૂધ પીધા પછી એક કલાકે કુદરતી હાજતે જવું પડતુ' તેવું પણ આજે કંઈ પણ નહીં'. જેવી રીતે યંત્રને ચાવી દઈ અધીન કરી લેવામાં આવે તે રીતે તે જાણે આ દેહવિસર્જનની ક્રિયા પોતાને સપૂણ સાધ્ય હોય તેમ છૂટયો અને આ પંચમકાળે મળેલ પવિત્રાત્મા દેહના સંબ'ધ રત્નચિંતામણી, આપણને મૂકી સ્વધામે સિધાવ્યા.”
“ વીતરાગભાવે સ્થિતિ હાઈ કોઈ પણ પ્રકારે, તેઓશ્રીએ તેને પિતાની માનીને પ્રવૃત્તિ કરેલી નહી'. પ્રભુના દેહત્યાગ અવસરે મોરબીના વકીલ શ્રી નવલચંદભાઈ હાજર હતા. તેમણે શ્રી. અંબાલાલભાઈ પરના પત્રમાં લખેલું કે તેમની ‘નિર્વાણ સમયની. મૂતિ અનુપમ, શાંત, મનહર અને જોતાં તૃપ્તિ ન થાય એવી. શેભતી હતી. આપણને તો લાગે, પણ બીજા જે હાજર હતા તેમને પણ આશ્ચર્ય પમાડતી હતી અને હાજર રહેલા સવને પૂજ્યભાવ ઉત્પન્ન કરાવતી હતી. આ વખતના અદભુત સ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાવ ઉત્પન્ન થાય છે તે લખી શકાતો નથી.”
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
સંવત ૧૯૫૭ના ચૈત્ર વદી પાંચમને મંગળવારે બપોરે બે વાગતાં પ્રભુ આ ક્ષેત્ર અને નાશવંત દેહનો ત્યાગ કરી ઉત્તમ ગતિ પામ્યા. જે જે મુમુક્ષુઓને જેટલા પ્રમાણ માં તે મહાત્માનું ઓળખાણ થયું હતું તેટલા પ્રમાણમાં તેમના વિયાગનું દુઃખ તેમને લાગ્યું. રાજકોટમાં ડાસાભાઈના વડની પાસે સ્મશાનભૂમિની બાજુમાં આજી નદીને કિનારે તે પવિત્ર દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવેલા. તે સ્થળે સમાધિ મંદિર બાંધવાના કેટલાક મુમુક્ષુઓને વિચાર થતાં શ્રી જ્ઞાનચંદ્ર ન્હાતાજીની ઉદાર સખાવતથી સંવત ૧૯૬ના મહા સુદી ૧૩ ના રોજ શ્રીમદ્ રાજચંદ્ર સમાધિમંદિર અસ્તિત્વમાં આવેલું છે. મંદિરમાં તેમનાં પરમ પુનિત પાદુકાજીની સ્થાપના એક આરસની દેરી બનાવી તેમાં કરવામાં આવી છે. એક પ્રવાસન સં'. ૨૦૦૭ માં બનાવી તેમાં પ્રભુની ત્રણ છબીઓની સ્થાપના પૂ. શ્રી. બ્રહ્મચારીજી ગોવર્ધનભાઈના વરદ્ હસ્તે કરવામાં આવી છે. આ સમાધિ મંદિરનો વહીવટ કરવા એક ટ્રસ્ટ કરવામાં આવ્યું છે. તેના મેનેજિંગ ટ્રસ્ટી મારાં સ્વ.બિહેન કાશીબહેનના દિયેર શ્રી. લક્ષ્મીચંદ ડાહ્યાભાઈ સંઘવી છે.
(૪) મારા પૂ. દાદા શ્રી. રવજીભાઈ સ્વભાવના દયાળુ, કુટુંબપ્રેમી અને ઉદાર દિલના હતા. છપ્પનિયાના દુકાળ વખતે તેઓ વવાણિયામાં હતા. ત્યાં તથા આજુબાજુનાં ગામમાં તેમણે છૂટે હાથે ખેડૂતોને વિના મૂલ્ય અનાજ આપ્યું હતું. અદા ઘણી જ ભેળા ને ભદ્રિક હતા.
પૂ. શ્રી. દેવમાને પ્રભુ પૂછતા : ‘મા, મેક્ષે આવશે ? ” પ્રભુના દેહવિલય થયો ત્યારે આખું કુટુંબ ત્યાં જ હતું. કુટુંબમાં સૌ સાદી અને સરળ હતા. જેના ઘરમાં પ્રભુ જમ્યા તેના સંસ્કાર અને ભાગ્યની શી ખામી હાય ? એક પ્રભાતિયામાં કવિએ ગાયુ
‘રવજીભાઈ રે ભાગ્યવંતમાં સરદાર કે વહાણલાં ભલે વાયાં રે, જેના ઘરમાં જે પ્રગટયા સંતોમાં વીર કે વ્હાણલાં ભલે વાયાં છે.'
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૨૩
પૂ. દેવમામાં નામ તેવા જ ગુણ હતા. દેવી જેવાં શાંત. પ્રભુજીનાં માતા એટલે જગતનાં માતા એવાં જ વાત્સલ્યમૂતિ હતાં. એક પૂજામાં આવે છે કે :e ‘ પ્રભુમાતા જગતની માતા, જગદીપકની ધરનારી, - માજી! તુજ નંદન ઘણું જી, ઉત્તમ જનને ઉપકારી.”
તેમની સમીપ મુક્તિગામીને જ એવું પુણ્ય સાંપડે. પૂ. દેવમાં ઉત્તમ કેટીના ભેળા જીવ હતાં. મારાતારાનો ભેદ તેમને બિલકુલ નહોતો. કુટુંબના સર્વ પ્રત્યે તેમને સમાન દષ્ટિ હતી. દરેકને સમભાવે જોતાં, પિતાથી બનતી બધી સેવા કરતાં. તેમનું દિલ વિશાળ અને ઉદાર હતું', તેથી તેમના પ્રત્યે સૌને પ્રેમ રહેતો.
e (૫) મારા મોટાભાઈ પૂ. છગનભાઈને પૂ. પિતાજી પ્રત્યે બહુમાન અને ભક્તિ હતાં. તેઓ જાણે પૂ. પિતાજીના જ્ઞાનનો વારસો લેવાના સાચા અધિકારી ન હોય ! તેમને પરમકૃપાળુ દેવ છગનશાસ્ત્રી કહીને બોલાવતા. તેમના વિચારો ઘણા ઊંચા હતા. આચાર પણ વિચારને જ અનુરૂપ હતા. વીસ વર્ષની નાની વયમાં તેમણે દેહ છોડયો. પિતાને સખત માંદગી હોવા છતાં તેમનામાં જરા પણ વ્યાકુળતા ન હતી. વેદનામાં પણ કૃપાળુદેવનું નામસ્મરણ વીસરતા નહિ. તેમણે વ્યાવહારિક ચિતાની તો વિસ્મૃતિ જ કરી હતી. સગપણ કરવાની તૈયારી હતી પણ પોતે ના જ કહેતા હતા. પછી મંદવાડ વચ્ચે ત્યારે કહેતા કે જીવવાની ઇચ્છા એટલા જ માટે છે કે આય ક્ષેત્ર, ઉત્તમ કુળ, જૈન ધર્મ, “સદગુરુ પિતા’– આ સર્વે અનુકૂળતા ફરી ફરી મળવી દુર્લભ છે. વીસ વર્ષની યુવાન વય છતાં તેમને માજશેખનું નામનિશાન નહોતું. તેમણે શાંતભાવે દેહ છોડયો હતો. આજે પણ એ પવિત્રાત્માના ગુણો ખૂબ જ સાંભરી આવે છે.
સને ૧૯૦હ્ના એપ્રિલ માસમાં સનાતન જૈન નામે વૈમાસિકના ૬ કે %િ) વધારાને અક શ્રી. મનસુખભાઈ એ આપ્યો તેમાં ભાઈ છગનલાલના દેહત્યાગના સંક્ષિપ્ત સમાચાર અને ફોટા સહિત લેખ આપ્યા છે જે આ પુસ્તકમાં પાછળ આપ્યા છે.'
رواد
Page #59
--------------------------------------------------------------------------
________________
૨૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
a મારાથી નાનાં બહેન કાશીબહેન સદગુણી હતાં. તેઓ નાનાં હતાં ત્યારે એક વખત રમતાં રમતાં પ્રભુના ખેાળામાં જઈને બેસી ગયાં. પ્રભુએ પૂછયું, “બહેન, તમારું નામ શું ?” કાશીબહેન કહે, ‘બાપુ, તમને ખબર નથી ? મારુ નામ કાશી.” ત્યારે કૃપાળુ દેવે કહ્યું, “બહેન, તારુ નામ કાશી નહીં પણ “ સરિશ્ચદાનંદ સ્વરૂપ અવિનાશી આત્મા.” એ સાંભળી કાશીબહેન રડતાં રડતાં મા પાસે ગયાં. જઈને કહેવા લાગ્યાં, “મા, મારા બાપુજી મારુ નામ કાશી નહીં પણ કઈક જુદું જ કહે છે.” ત્યારે ઉંમર નાની હતી તેથી કાશીબહેનને કંઈ સમજ ન પડી. પણ અવ્યક્ત સંસ્કાર જે જ્ઞાની પુરુષ દ્વારા રોપાય છે તે કાળે કરીને ફળરૂપ થાય છે જ.
આર્યાવર્તાના ઇતિહાસમાં જોઈશું તો મદાલસા જેવી સતી માતાઓ બાળકને પારણામાં હોય ત્યારથી જ મહાપુરુષનાં ચરિત્રો સંભળાવે છે. હાલરડાં પણ તેવાં જ ગાય. ‘સિદ્ધોસિ, બુદ્ધોસિ, નિરંજનાસિ.’ માતાપિતાને વિયેાગ હાઈ કાશીબહેન ઘરમાં સૌને બહુ પ્રિય હતાં. શ્વસુર પક્ષમાં પણ તેઓ સમતાવાન અને વિવેકી હોવાથી તેમણે સૌના પ્રેમ સંપાદન કર્યો હતો. મારા અનેવી શ્રી. રેવાશકરભાઈને પરમકૃપાળુ દેવ પ્રત્યે તેમણે જ વાન્યા હતા. કાશીબહેનને મંદવાડમાં પણ પરમકૃપાળુ દેવનું જ સતત મરણ રહ્યું હતું. છેવટ સુધી તે જ લક્ષ હતું. તે પણ માત્ર અઠ્ઠાવીસ વર્ષની નાની વયમાં પાછળ બે દીકરા મૂકી ચાલ્યાં ગયાં. મારા નાના ભાઈ રતિલાલ પણ બાર વર્ષના થઈ ગુજરી ગયે. અત્યારે કુટુંબમાં હું એક રહી ગણાઉં અને બીજા ગણીએ તો શ્રી મનસુખભાઈના દીકરા સુદર્શન. તેઓ કુટુંબપ્રેમી, વિનયી અને સમજુ છે.
હું છ વર્ષની હતી ત્યારે આટલું મોટું કુટુંબ હોવા છતાં તેમાંથી મારું નામ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના લાઈફ મેમ્બર તરીકે પ્રભુએ નોંધાવ્યું હતું. તેના માસિક પુત્રનું નામ ‘બુદ્ધિપ્રકાશ” છે, તે ‘જયાકુંવર રાયચંદભાઈ’ને નામે આજે પણ મને મળે છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
સ્વ. પૂ. કાશીબેન ( 2
)
Page #61
--------------------------------------------------------------------------
Page #62
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૨૫
સંવત ૨૦૦૪ની સાલમાં વવાણિયામાં હું પૂ. શ્રી હેમચંદભાઈને ત્યાં પ્રભુના વચનામૃતનું પુસ્તક લઈ વાંચતી હતી. સામે હેમચંદભાઈનાં પત્ની મેતીબહેન સાંભળતાં હતાં. તેવામાં મને ભાસ થયો કે પાછળ કૃપાળુદેવ પોતે જ જાણે બોલે છે. આગળપાછળ મેં જોયું પણ કંઈ દેખાયું નહિ. વળી થોડો વખત રહી ફરી તે ભાસ થયા અને હું આમતેમ જોવા લાગી પણ..........કંઈ દેખાયું નહીં. મારી ઉત્કટ ભક્તિની કલ્પનાએ જ એમનું દર્શન કરાવ્યું હશે ? હું શું જાણુ' ? .
મારાં માતુશ્રી ઝબકબાઈના કાકા પૂ. પ્રાણજીવનભાઈ ડૉકટર જ્યારે ધરમપુરમાં હતા ત્યારે મારા સસરાજી પૂ. શ્રી રણછોડભાઈ ત્યાં ફૉરેસ્ટ ઑફિસર હતા. મારા સસરાજીને ડૉ. પ્રાણજીવનભાઈના સંપર્ક થી પરમકૃપાળુ દેવની ઓળખાણ થયેલી. ઘણ' કરીને વિ. સં'. ૧૯૫૬ના વૈશાખ માસમાં પરમકૃપાળુ દેવનું’ નિવૃત્તિ અર્થે તેમ જ તબિયત કારણે ધરમપુર પધારવું થયું હતું. ત્યાં તેઓ એક માસ રહ્યા. મારા સસરાજી પૂ. રણ છોડભાઈ એ તેઓની સેવાશુશ્રુષાના લાભ લીધો હતો. તેઓ સ્વભાવે ઘણા સરળ હતા. કૃપાળુ દેવ પ્રત્યે બહુ માન અને પ્રેમ ધરાવતા હતા.
મારાં પૂ. સાસુજી મણિબાઈ પણ પરમકૃપાળુ દેવ પ્રત્યે ભક્તિવાળાં હતાં અને પોતાને હાથે રસોઈ બનાવી પ્રભુને જમાડતાં. એક વખત રોટલીનો લોટ બાંધેલો તેમાંથી તેમને પૂરી બનાવવા કહ્યું. તેમને ત્યારે સખત તાવ આવ્યો હતો તોપણ ઉલ્લાસપૂર્વક કંટાળા વગર તે પ્રમાણે કર્યું'. વળી તેમની પરીક્ષા કરવા તાવ ભરેલો હતો અને પરમકૃપાળુ દેવે પૂછયું કે તમને સેવ વણતાં આવડે છે ? તે વખતે પણ દેહની પરવા કર્યા વગર ઉત્સાહમાં મેંદાની ચારથી પાંચ શેર સેવ વણી નાખી છતાં થાકયાં નહીં. એક પ્રસંગે પરમકૃપાળુ દેવ મોરબી પધારેલા ત્યારે પણ મારાં સસરાજી તથા સાસુજી ત્યાં હતાં. તે વખતે કૃપાળુ દેવે કહ્યું કે ધરમપુરમાં તમારે ત્યાં રાટલા બનાવેલો તે બનાવવા તેમને કહો. ત્યારે મારા સસરાજીએ કહ્યું કે તેના કરતાં મારાં કાકી સારા બનાવે છે. એટલે કૃપાળુ દેવ કહે, “ભાવિ.’ આમ પ્રથમથી જ આ કુટુંબમાં કૃપાળુ દેવ પ્રત્યે ભક્તિભાવ હતો. આ કુટુંબ
Page #63
--------------------------------------------------------------------------
________________
૨૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
WWW
નાનું પણ સ`પીલુ હતું અને સસ્કારી પણ ખરું. મારા સસરાજીને બે દીકરા અને એક દીકરી હતાં. પૂ. મેાટામા વાત કરતાં કે પરમકૃપાળુ દેવ ધરમપુર પધારેલા ત્યારે ઝવેરાતની પેટી ઉઘાડી જ સાંપતા અને ચાવી દેવાનુ` કહીએ તે તેઓશ્રીનુ તે તરફ લક્ષ જ ન હોય.
પરમકૃપાળુ દેવ જ્યારે નિવૃત્તિમાંથી પાછા ફરતા હતા ત્યારે પૂ. રણછેાડભાઈ તેઓશ્રી માટે સિગરામ લઈ વલસાડ સ્ટેશન સુધી વળાવવા ગયા હતા. તે વખતે તેમની સાથે આશરે આઠ વર્ષના તેમના મેટા પુત્ર ભગવાનલાલભાઈ અને નાના પુત્ર દલીચંદભાઈ હતા. તે વખતે કૃપાળુ દેવે બંને ભાઈ એના હાથમાં એક એક રૂપિયા આપ્યા હતા. મારા પૂ. સસરાજીને, પ્રથમ જણાવ્યુ છે તેમ, પરમકૃપાળુદેવ પ્રત્યેની ભક્તિને કારણે આ કુટુંબ સાથે સબંધ ચાલ્યા જ આવતા. મારા માટાભાઈ છગનભાઈ તેમને ત્યાં છ મહિના રહ્યા હતા. મારાં નણંદ ન દાખહેન ઘણા શાંત સ્વભાવનાં છે. આ કુટુંબમાં સૌમાં મારા પૂ. સસરાજીને લીધે
ઉત્તમ સંસ્કાર હતા.
(૮)
મારી ઉંમર થતાં મારા પૂ. કાકા મનસુખભાઈ યાગ્ય સ્થાનની તપાસ કરતા હતા. તેમને સગપણ માટે ચિંતા રહેતી હતી. તે વાત તેમણે પૂ. રણછોડભાઈ ને કહી. તેમને પરસ્પર સારા સબંધ હતા. મારા પૂ. સસરાજી અને સાસુજી મણિબહેનને વિચાર કરતાં થયું કે દીકરા ભગુનું જયાકુંવર સાથે કરીએ અને એ વાત નક્કી કરી શ્રી મનસુખભાઈ ને જણાવ્યુ',
મારા પૂ. કાકાએ પૂ. દેવમાને વાત જણાવી ત્યારે પૂ. દેવમાએ કહ્યું, ‘ભાઈ પણ આમ જ કહેતા કે જવલનું સગપણુ રણછેાડદાસભાઈના કુટુંબમાં કરીએ તે?’ ત્યાર બાદ પૂના સંસ્કારથી મારું સગપણ ત્યાં જ થયું. મારાં સાસુજી બીજી વારનાં હતાં. પણ મા કે બાળકામાં કાઈ ભેદવૃત્તિ નહાતી. તેમની એકચભાવ, પ્રેમ અને સપની ભાવના સદાય અખ’ડ રહી હતી. મારાં સ્વ. સાસુજીનું નામ સાંકળીબાઈ હતું. અને ભાઈ એને નાના મૂકી તેમના દેહત્યાગ
Page #64
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૨૭ wwwા
થયેલા જેથી માતા તરીકેની સઘળી ફરજ પૂ. મોટાખા મણિબહેને સ્વીકારી લીધી હતી. સઘળા ગૃહવ્યવહાર તેમના માર્ગદર્શન નીચે ચાલતો અને તે સૌને સંતોષરૂપ હતા.
અમારાં લગ્ન મને સોળમું અને એમને અઢારમું વર્ષ હતું ત્યારે થયાં હતાં. અમારી વચ્ચે બરાબર બે વર્ષનો ફેર હતો. જન્મ બન્નેનો એક જ માસ, એક જ તિથિએ એટલે ‘જ્ઞાનપંચમી’કારતક સુદ પાંચમ–ના રોજ થયેલા. લગ્ન રાજકોટમાં થયેલાં. પછી દસ દિવસ રહીને પોતે કરાંચી ગયા અને અમે ધરમપુર ગયાં. લગ્ન પહેલાં એક વખત તેઓ કરાંચી ગયેલા અને ધંધાની શરૂઆત ત્યાં કરી હતી.
આ કુટુંબ સુધારાનું હિમાયતી ગણાય. પણ ઘરમાં જૂની રૂઢિ પ્રમાણે વ્યવહાર ચાલતો. હું ત્રણ મહિના ધરમપુર રહી, અને ત્યાર પછી દસ દિવસ વવાણિયા. મારા સસરા જંગલ ખાતાના ઑફિસર હતા પણ એટલા નીતિવાળા હતા કે સ્ટેટની એક પેનસિલ સરખી પણ તેઓ પોતાને માટે વાપરતા નહીં. તેમણે નોકરી મૂકી દીધી અને અમે બધાં કરાંચી ગયાં. ત્યાં ચાર મહિના રહી, મારા પૂ. સસરાજીને દેશમાં આવવું થયું તેથી તેઓ મને સાથે લઈ દેશમાં આવ્યા. અજાણ્યા દેશમાં મને એકલી મૂકીને ન જવું તેવો તેમનો અભિપ્રાય હતો. પોતે એકલા કરાંચી રોકાયા. દસ મહિના હું દેશમાં રહી. પછી તેઓ આવ્યા અને હું તેમની સાથે કરાંચી ગઈ. પૂ. બાપુજી અને બા દસ દિવસ પછી આવ્યાં. સૌ આનંદથી રહેતાં. તેઓ મા અને પૂ. બાપુજીને હંમેશાં પગે લાગી દુકાને જાય અને ઘરે પાછા આવે ત્યારે પણ પગે લાગતા. વડીલો પ્રત્યેના વિનય વગેરેને કારણે તેમણે પ્રેમ સંપાદન કર્યો હતો. પૂ. બાપુજી પર તેઓ કોઈ જાતના બે પડવા ન દેતા. ઘરનો બોજો તેઓ ઉપર બિલકુલ નાખતા નહીં'. આગળના રિવાજ પ્રમાણે બાળકોમાં અમારે માથું મારવાનું નહીં', વડીલો જ તેમનું ધ્યાન રાખે. બુદ્ધિધન તે પૂ. બા તથા પૂ. બાપુજી પાસે જ રહેતા. પોતે . કોઈ દિવસ ઘરની વ્યાવહારિક બાબતમાં પડતા નહીં. તેઓ દુકાનના કામમાં અને હું ઘરના કામમાં. બીજી લૌકિક વાત કે ચર્ચાને સ્થાન જ નહોતું. તેઓ છસાત વાર વિલાયત જઈ આવેલા. છતાં
Page #65
--------------------------------------------------------------------------
________________
૨૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
ત્યાંના પવન તેમનામાં બિલકુલ નહોતો. ઘરની અનુકૂળતા પ્રમાણે રહેતા. સંપ અને સાદા વ્યવહારથી કુટુંબને દેર એકસરખા ચાલતા. તેથી કુટુંબ ગામમાં દાખલારૂપ હતું' અર્થાત્ અનુકરણીય હતું. કરાંચીમાં આ કુટુંબ માટે ઘણું જ માન, અને ઘર પણ નામાંકિત ગણાતું.
મારા સ્વ. દિયરનું નામ દલીચંદભાઈ હતું. તેઓ સૌ પ્રત્યે ઘણી જ લાગણી રાખતા. તેમને રંગૂનમાં કાપડનો ધંધો હતા. તેમનાં પત્ની કાશીબહેન હાલ મારી સાથે જ રહે છે, ને પ્રભુભક્તિ તથા મુમુક્ષુઓની સેવા કરે છે, મારાં નણદ નર્મદાબહેન હાલ મુબઈમાં રહે છે. તેઓ ઘણાં શાંત અને માયાળુ છે. અમારા કુટુંબમાં પૂ. ગાંધીજીના સિદ્ધાંત અને આદર્શ માં ઘણી શ્રદ્ધા હતી, તેથી ત્યાં પરદેશી વસ્તુ વપરાતી નહીં'. જે જે પરદેશી વસ્તુઓ હતી તે પણ આઝાદીની ચળવળમાં આપી દીધેલી. ગાંધીજી સાથેના અમારા સંબંધ ઘણા ઉરચ પ્રકારના હતા. જ્યારે તેમનું કે કેાઈ દેશનેતાનું આગમન થાય ત્યારે અમારે ત્યાં જ ઉતારા રહેતા. ઘરમાં બધા શુદ્ધ ખાદી જ વાપરતા..!
a પૂજાના ખંડમાં પરમકૃપાળુ દેવનાં પગલાં હતાં. હંમેશાં સવારે
પૂજા થતી. તેમનાં રચેલાં પદો અને વાકયોથી ઘરનું વાતાવરણ - પવિત્ર બનતું. સાદાઈ અને સંસ્કારિતા એ આ ઘરનો મહાન
આદશહતા. મારા પૂ. સસરાજીના દેહવિલયને આઘાત તેમને 0.7 બહુ વસમે લાગ્યા. વાંકાનેરમાં તેમની છેલ્લી માંદગી વખતે તેમણે તન, મન, ધનથી ખૂબ જ સેવા કરી હતી.
2016esour
તેમનું જીવન ખૂબ સાદું હતું. અંતરંગ ભક્તિરસ ને વિચારો ઘણા ઊંચા હતા. ગાંધીજીના સિદ્ધાંતો તેમને અતિ પ્રિય હતા, કેઈનું દુઃખ જોતા ત્યારે તેમનું કોમળ હૃદય ધબકી ઊઠતું. ગુપ્ત દાન ઘણું કરતા. દાન લેનાર વ્યક્તિ જ્યારે તેમનાં ગુણગાન કરતી આવે ત્યારે જ ખબર પડે કે તેમણે દાન કર્યુ છે. કરાંચીમાં ચાલતી શાળા શારદામંદિરમાં તેમને ગુપ્તપણે ઘણો જ સાથ હતા. આજે તે શાળા શારદાગ્રામ તરીકે માંગરોળમાં ચાલે છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૨૯
તેમને પરમકૃપાળુ દેવ પ્રત્યે અનહદ ભક્તિ અને શ્રદ્ધા હતી. વાચન કરતાં તેમનું મનન અદ્દભુત હતું. તેઓ કહેતા કે અતિ વાચનથી જ્ઞાન કે શક્તિ મળતી નથી પણ જેમ ખાધેલું અન્ન પચે ને શક્તિ આવે તેમ થોડું' વાંચી, વિચારીને પછી અંતરમાં ઉતારવામાં આવે તો જ શક્તિ વધે.
e પૂ. બાપુજીની જવાબદારી પોતાને શિરે આવી, પણ તેમણે કોઈને ઓછુ આવવા નથી દીધું. સુસંતાન તરીકેની બધી જ ફરજ તેમણે બજાવી. પૂ. માતુશ્રી મણિબહેન પ્રત્યે તેમણે હંમેશાં બહુમાન રાખ્યું છે. તેમનું જીવન સાદું હતું. તેઓ પરગજુ હતા અને વ્યવહારમાં સારી રીતે આગળ વધ્યા હતા. અમારા બંનેમાં મતભેદ કદી ન પડતો. સહ આનંદથી રહેતાં. સત્યાગ્રહની લડાઈમાં તેમણે પિતાની સહાનુભૂતિ દર્શાવી છે અને પોતે તે વખતે કાર્યકર હતા તેથી તેમણે ખાદીનો ઝભ્ભ અને ટોપી અપનાવ્યાં હતાં. તેઓ પરગજુ બહુ હતા. તેઓ ઘણા વિદ્યાથીઓને અભ્યાસ માટે મદદ કરતા. હજુ પણ કરાંચીના માણસે તેમને યાદ કરે છે. તેઓ મૂંગી સેવામાં માનતા હતા. તેમના જેવી શાંતિ તેમ જ ગંભીરતા બહુ ઓછામાં જોવા મળે છે. અમારા રહેઠાણની બાજુમાં ઉપાશ્રય હતા. ત્યાં એક મુનિ પધારેલ. તેઓશ્રીએ વિહાર કરતી વખતે કહ્યું કે, “ મારા અઢાર વર્ષના વિહારમાં પૂ. ભગવાનલાલભાઈ જેવી ગંભીર અને મૂંગી સેવા કયાંયે જોઈ નથી. આ એક આકરી તપશ્ચર્યા છે. ” બીજી વખત એક મુનિ ઉપાશ્રયમાં પધારેલ. તેમની પાસે કોઈ દુઃખી માણસ આવ્યો. તેને અમારે ત્યાં મોકલ્યા, ત્યારે કોઈ ન જાણે તેવી રીતે તેને મદદ કરેલી. આ વાત તે ભાઈ એ મુનિશ્રીને કહી. ત્યારે મુનિશ્રીએ કહ્યું કે, “ભગવાનલાલભાઈનું જેવું નામ, તેવા જ તેમનામાં ગુણ છે. તેમની પાસેથી કોઈ અસ તેષ પામી પાછું જતું નથી. તેમને ત્યાં ભગવાનને દરબાર છે.” તેઓ સામાને દુઃખે દુ:ખી થતા. તેઓ પરદુઃખભંજન હતા. દેરાસરમાં એક મુનિશ્રી પધારેલા. તેમણે કહ્યું કે, “ કાળી રાત્રે ભગવાનલાલભાઈને ત્યાં જે કોઈ સહાય માટે જાય અને સાંકળ ખખડાવે, તો તે ખાલી હાથે કદી પાછો ન ફરે.”
Page #67
--------------------------------------------------------------------------
________________
૩૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
આટલી જાહોજલાલી છતાં ચાંદીનાં વાસણ ઘરમાં વપરાતાં દેખે તો તરત જ કહેતા કે, “ તમે ચાંદીના વાસણમાં જમા છે ને ગરીબોને તો ખાવાય નથી મળતું'! તેમને કેટલું દુઃખ થતું' હશે ! એ વિચારથી મારી આંખમાં આંસુ આવી જાય છે.” કેાઈ વાર ફેરીવાળા સાથે હું માથાકૂટ કરુ તો કહેતા, “જે માગે તે બિચારાને આપો. બે પૈસા કમાશે.” આમ ગરીબ પર તેમને બહુ અનુકંપા હતી. અમારે ત્યાં છાશ થતી તે અમે બધાંને આપતા. તેમાં એક બુઢો માણસ રોજ છાશ લેવા આવે. તેનાથી ઉપર ન ચડાય, તેથી મને કહે કે, “તમે તેને દૂધ, નાસ્તો અને છાશ નીચે આપી આવે.” બુદ્દો છો ત્યાં સુધી મેં રાજ આ રીતે કર્યું. જમતી વખતે કોઈ પણ આવે તેને જમવા બેસાડવા જ જોઈ એ. પોતે બોલે નહીં પણ પ્રથમથી જ આ પ્રથા થઈ ગયેલ. કદાચ કોઈ ભૂલી જાય તો તેમનું મન ઘણુ દુભાતું. સાંજના દુકાનેથી કેઈ નાકર આવી ચડે તો તેને પણ જમાડવાનો નિયમ હતો. ચીજે તો ઘરમાં છૂટથી આવતી. જે કોઈ આવે તે દરેક પ્રત્યે સરખા જ આદરભાવ રાખતા. આ ગુણ મારા સ્વ. પૂ. સસરાજી પાસેથી વારસામાં મળ્યો હતો તેમ હું માનું છું. સારી ચીજ હોય ને કોઈ માગે તો તે સહર્ષ આપી દેતા. આ ગુણ પિતાપુત્રમાં સમાન હતા. સગાંનેહીઓ સાથે પોતે પ્રેમથી વર્તતા. વ્યવહારમાં કોઈ કંઈ અન્યાય કરે, તો મનમાં લાવતા નહીં; અને કહેતા કે “ આપણે આપણી ફરજ બજાવવી.’ તેમણે મને વ્યવહાર સાચવવા બાબત તેમના તરફથી કોઈ પ્રકારની કદીયે અટકાયત કરી નહોતી. દીકરીદીકરાના પ્રસંગમાં તેઓ પડતા નહીં. જે વ્યવહાર કરવો હોય તે હું અને પૂ. માતુશ્રી કરતાં. પૂ. માતુશ્રી ન હોય ત્યારે હું એકલી તૈયાર કરીને કહું તો કહે કે, “તમને ઠીક લાગે તેમ કરો; મને ન પૂછશે. દીકરીઓને આપવામાં સંકેચ ન રાખવા. તેમને તો જે આપશે તેટલું તેઓ લેવા જોગ છે. સંકેચાયા વગર આનંદથી આપો.” વહ અને દીકરીને એક દષ્ટિએ જ જોતા. તેમના વચ્ચે કોઈ પણ પ્રકારના ભેદભાવ કદી ન રાખતા; વહુએનાં મોઢાં ઢીલાં જુએ તો તેઓ દુઃખી થતા અને તેમને પ્રસન્ન થાય તેવા સમભાવ દર્શાવતા.
મને આપી તે
અને કોલકાવ કી ન
ના
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જનમભુવન : : ૩૧
પાછલાં વર્ષોમાં મારે અને તેમને કોઈ કોઈ વાર મતભેદ થતો. તેનું કારણ એ હતું કે તેઓ કહેતા, વહુઓને જેમ સુખ ઊપજે તેમ કરવા દો અને મને એમ થતું કે આપણા ઘરનો મોભે જળવાઈ રહે તે જાતની કેળવણી આપવી. પરંતુ તેમની લાગણી અને સહાનુભૂતિભર્યો સ્વભાવ એટલે તેમને મન સૌ રાજી રહે તેવી ઈચ્છા રહેતી. આથી ઘણી વાર વિરોધ થતો. તેમાં હું ગુસ્સે થઈ હાઈશ પણ તેઓ તો શાંત જ રહેતા. બધાની પ્રસન્નતામાં જ એમની પ્રસન્નતા હમેશ રહેતી.
પાકિસ્તાન થતાં બધાને ધીરે ધીરે દેશમાં આવવાનું થયું. છેલ્લાં ત્રણ વર્ષ પેઢીના ભાગીદાર શ્રી ગોપાલજીભાઈ અને તેઓ અનેક પ્રકારની મુશ્કેલી વેઠી ત્યાં રહ્યા, છતાંય પોતાની ફરજ ભૂલ્યા ન હતા. છેલે રહેવાના બંગલા, ઘર, દુકાન વગેરે બધાંના જ્યારે પાકિસ્તાન સરકારે કબજો લઈ લીધો, ત્યારે તેઓ સ્વામીનારાયણની ચાલીમાં રહેતા. તે અરસામાં તેઓ આત્મવિચાર કરવામાં દરરોજ નિયમિત સમય ગાળતા ને પત્રોમાં આત્મસિદ્ધિની ગાથા અવશ્ય લખતા. પરમકૃપાળુ દેવ પ્રત્યે તેમની ઊંડી શ્રદ્ધા હોવાથી જેટલા બને તેટલો વખત આત્મવિચારાર્થે ભક્તિ ભાવનાપૂર્વક ગાળતા. પરમકૃપાળુ દેવના જન્મસ્થાન વવાણિયામાં હાલ જે તીર્થધામ “ શ્રીમદ રાજચંદ્ર જન્મભુવન” છે, તે તેઓએ તન, મન અને ધનથી બંધાવ્યું છે, અને પરમકૃપાળુ દેવ પ્રત્યેની શ્રદ્ધાનું એ મૂર્તિમંત સમારક છે.
પાકિસ્તાનમાં સઘળાં મકાનોને સીલ દેવાયાં છે અને સરકારે તેનો કબજો લઈ લીધો છે, એવો તાર હું અને પૂ. મેટાબા રાજકોટ હતાં ત્યાં આવ્યા. અમને ઘણા જ ગભરાટ થયો. શું કરવું તેની કાંઈ સૂઝે નહોતી પડતી. અને કરવાનું પણ શું હોય ? કલ્પાંત કયે શું વળે ? ત્યારે પરમકૃપાળુ દેવે જે દિશા સુઝાડી, તેથી મન શાંત રાખી રહ્યાં હતાં. તે વખતે જરા સ્વસ્થ થઈ વિચાયુ' કે પ્રભુનું શરણ જ સર્વશ્રેષ્ઠ છે. એકાંતમાં પ્રભુની છબી રાખેલી હતી. તેની સરમુખ બેસીને વચનામૃત ઉઘાડયું” અને જાણે પ્રભુએ જ પ્રેરણા કરી હોય તેમ નીચે પ્રમાણેનું વચનામૃત નીકળ્યું : ‘ મુમુક્ષુ જીવને આ કાળને વિષે સંસારની પ્રતિકૂળ દશાએ
Page #69
--------------------------------------------------------------------------
________________
૩૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંત કાળથી અભ્યાસે એવા આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત્ પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે, એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે. આ એક તમને સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યા છે તેમાં મૂઝાવું" ઘટતું નથી. એ પ્રસંગ જે સમતાએ વેરવામાં આવે તો જીવને નિર્વાણ સમીપનું સાધન છે.”. | “ વ્યાવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્રવિચિત્રપણું છે. માત્ર ક૯પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાસે છે; પ્રતિકૂળ ક૯પનાએ તે પ્રતિકૂળ ભાસે છે; અને જ્ઞાનીપુરુષોએ તે બેય કલ્પના કરવાની ના કહી છે અને તમને તે કરવી ઘટતી નથી. વિચારવાનને શાક ઘટે નહીં' એમ શ્રી તીર્થકર કહેતા હતા.” (વ. ૪૯૨) આ વચનનું મનન સ્વસ્થ ચિત્તે કર્યું. તેથી અંતરમાં ઊંડું આશ્વાસન મળ્યું. પ્રભુનાં ઉપશમ સ્વરૂપ એ વચનો અમને ત્યારે ખરા ઉપશમનું કારણ બન્યાં. તેમાંથી અમને શાંતિ મળી. a
શ્રી વવાણિયામાં જે પરમકૃપાળુ દેવનું જન્મસ્થાન છે ત્યાં પંચાણભાઈ મહેતાના વખતનું ઘર હતું. તે ઘણું જૂનું થઈ ગયું હતું. પૂ. રવજી અદા તે એમ જ ચલાવતા ને ભાંગ્યુંત્યું સમું" કરાવતા. પછી પૂ, મનસુખભાઈ એ મારાં લગ્ન વખતે ઘરમાં સુધારાવધારા કરી સરખું કરાવ્યું પણ કારણવશાત્ રાજ કેટ રહેવાનું થયું અને થોડા વખત પછી તેઓના દેહત્યાગ થયા.
સંજોગવશાત્ વવાણિયાની એ જગ્યા મેરબી દરબાર પાસે ગઈ. તે અરસામાં પૂ. શ્રી ભગવાનલાલભાઈને રાજનગર–નિવાસી પૂ. શ્રી પોપટલાલભાઈ મહેકમચંદભાઈ નો પરિચય થયો. પરમકૃપાળુ દેવ પ્રત્યે ભક્તિના સંસ્કાર પૂ. બાપુજી તરફથી પ્રાપ્ત જ હતા. ત્યાં પૂ. ભાઈશ્રી પોપટલાલભાઈના સમાગમથી એ તરફની શ્રદ્ધામાં વિશેષ વૃદ્ધિ થઈ. વ્યવહાર અને પરમાર્થ એ બંનેમાં પૂ. ભાઈશ્રીની દોરવણી પ્રસંગોપાત્ત મળતી. પોતે જણાવતા કે પૂ. ભાઈશ્રીને મારા પર માટે ઉપકાર છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
પ કા લા લ મા તી
y
(asos
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૩૩
wwwwwwwwwwwww - પૂ. ભાઈશ્રીને થયું કે વવાણિયામાં આ જે મકાના મોરબી દરબાર પાસે છે, તેને કબજે આપણે પાછો ન લઈ એ. તે માટે તેઓશ્રીએ પૂ. શ્રી. ભગવાનલાલભાઈને કરાંચી પત્ર લખી શ્રી વડવા બોલાવ્યા. આ વાત મારા જાણવામાં આવી. મેં તેમને કહ્યું, “ આપણે જ આ મકાને લઈ એ ” ત્યારે તેઓ કંઈ બાલ્યા નહીં. પણ સીધા શ્રી વડવા જઈ પૂ. ભાઈશ્રીને મળ્યા. મકાન પિોતે જ લેવાનું નક્કી કરીને મોરબી ગયા. ત્યાં દરબારને મળી મકાને લઈ લીધાં. પૂ. ભાઈશ્રીને મારા પૂ. સસરાજીની હયાતીમાં ત્યાં મંદિર બાંધવાનો વિચાર થયા, પણ મારા ભાઈ સુદર્શનની સંમતિ મેળવવી જોઈએ એમ તેમને લાગ્યું કારણ કે મૂળ તે તેના બાપદાદાનાં મકાન ગણાય, તેથી તેના મનને કોઈ પ્રકારે પણુ દુઃખ થવું ન જોઈ એ એ જેવાની ફરજ છે એવી તેમની મનવૃત્તિ હતી. એટલે મકાન લેવાયાં પછી પણ લાંબા વખત એમ ને એમ જ રહેવા દીધેલાં હતાં.
તે દરમિયાન મારા અંતરમાં એક ઊંડી અભિલાષા વારંવાર જાગ્રત થતી. શ્રી વડવા, અગાસની તીર્થભૂમિએ જોઈને અંતરમાં
ર્યા કરતું કે પરમકૃપાળુ દેવની જન્મભૂમિમાં પણ તીર્થધામ થવું જ જોઈ એ. અને તે જ વિચારો રાતદિવસ પ્રબળ રીતે મારા મનમાં ઘળાયા કરતા. મને મનમાં થતું કે, “ આ હાથે જે આ કામ ન થાય તો આપણાં બાળકોથી તો તે કેમ થશે ? ” ઘણી વાર તો ઊંઘ પણ ન આવતી. આમ કેટલીક વખત ગયા. શારીરિક અસ્વસ્થતાને કારણે મારે મીરજ પાસે માધવનગર રહેવાનું થયું હતું. ત્યાં ભાઈ સુદર્શન મને મળવા આવેલ તેની સાથે પરસ્પર બહુ પ્રેમથી વાતચીત થઈ. મેં મારા અભિપ્રાય જણાવ્યા કે વવાણિયાના મકાનને સ્થાને ભવ્ય ગુરુમંદિર બાંધવાને મારો વિચાર છે. તે સાંભળી તેણે રાજીખુશીથી સંમતિ આપી કે તમને ઠીક લાગે તેમ કરો. આમ મારી અભિલાષા પૂરી થાય તે માટે માર્ગ મેકળા થયા.
માધવનગરથી મારે રાજકોટ થઈ કરાંચી આવવાનું બન્યું. પ્રસંગે વાત નીકળતાં મેં તેમને (પૂ. શ્રી ભગવાનલાલભાઈને)
Page #71
--------------------------------------------------------------------------
________________
૩૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
જણાવ્યું કે “સુદર્શન સાથે વાત થઈ છે અને મકાનને સ્થાને જે કાંઈ કરવું હોય તેમાં તેની પૂર્ણ સંમતિ છે. તો આપણે હવે ત્યાં ગુરુમંદિર બાંધવાનું કરીએ.” તેઓ કહે, “ભલે, હવે વાંધો નથી. પણ આ કામ કરશે કેણ ? દેખરેખ કોણ રાખશે ? ” આ વાત થઈ ત્યારે મારાં ફઈબા ઝબકબહેનના દીકરા પ્રાણજીવનભાઈ ત્યાં હાજર હતા. તેણે કહ્યું કે આ કામ પૂરી દેખરેખ સાથે હું કરાવી દઈશ. આ વાત આગળ ચાલી. કેટલો ખર્ચ થાય, એવી વાત નીકળતાં પ્રાણજીવનભાઈ કહે કે પાંચ હજાર; અને જે દસ હજાર નાખીએ તો તે ઘણું જ સરસ થાય. પછી પોતે હા કહી અને ત્યાં જ એન્જિનિયર ગોકળભાઈને બોલાવી તેને પ્લાન તૈયાર કરાવ્યો.
પ્રાણજીવનભાઈ દેશમાં આવ્યા. જમીન સરખી કરાવી પોતે બધી ચેાજના કરી આપી હતી, અને એન્જિનિયરને વવાણિયા મોકલાવ્યા હતા. રાજકોટમાં પૂ. શ્રી બેચરદાસભાઈ કાળિદાસ જસાણી પર કાગળ લખ્યા. તેમાં જણાવ્યું કે “પ્રાણજીવનભાઈ વવાણિયામાં રાજભવન બંધાવવાની યોજના લઈને આવેલ છે તેમને ત્યાં પૂરતી સગવડ કરી આપશે. આપ ત્યાં જતાઆવતા રહેશે અને દેખરેખ રાખશે; સૂચના આપતા રહેશે. જે જે વસ્તુઓ જોઈ એ તેની પૂરી સગવડ કરી આપશે.” પૂ. બેચરદાસભાઈ એ ઘણી જ સંભાળ રાખી હતી. તેઓએ ફરી ફરી આવીને તે માટે જોઈતી સગવડ કરી આપી હતી. તેમાં જરૂરી સલાહ-સૂચનો આપતા. તેમણે શરૂઆતથી છેવટ સુધી પ્રેમપૂર્વક પૂરતો સાથ આપ્યો હતો. એ રીતે શ્રી રાજભુવન બાંધવામાં તેઓ અમને સારી રીતે મદદરૂપ થયા છે.
જ મીન સરખી કરાવ્યા બાદ પ્રથમ મૂળ મકાનની આજુબાજુની જગ્યાઓ લેવાની જરૂર જણાઈ. તેના માલિકોને મળી તે તે જગ્યાએ ખરીદ કરી. તેમાં ખેડૂતોની જમીન અને દરબારી જગ્યા પણ હતી. મોરબીના મહારાજાસાહેબને મળી તે જગ્યાએની જરૂર સંબંધમાં જણાવ્યું. ઠાકોરસાહેબે વવાણિયાના વહીવટદારને હુકમ આપ્યો કે કરાંચીવાળા વવાણિયામાં મંદિર બાંધે છે તો તેમને રાજની જે જમીન ઈ એ તે આપવી; અને
Page #72
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૩૫
www.
ખેડૂતોની પડતર જમીન તેમને જરૂરની હોય તે વાજબી કિંમતે અપાવવી.
જમીન ખરીદ થયા પછી સંવત ૧૯૯૭ના આસો સુદ દસમ (વિજયાદસમી)ના દિવસે વકીલ શ્રી રામજીભાઈ માણેકચંદ દોશીના શુભ હસ્તે શિલારોપણવિધિ કરાવવામાં આવ્યો. અમદીવાદથી મુમુક્ષુ ભાઈ ઓ ભોગીલાલ પોપટલાલ શાહ, મોરબીના શેઠશ્રી નરભેરામભાઈ વનેચંદ, મનસુખલાલ જીવરાજભાઈ વગેરે ઘણા ભાઈ એ પધાર્યા હતા. તે શુભ કાર્ય યાચિત જમણ વગેરેના પ્રબંધ સાથે અતિ ઉત્સાહથી કરવામાં આવ્યું હતું. ત્યાર પછી તરત જ ઈમારતનું બાંધકામ શરૂ થયું. તે કામ લગભગ બે વર્ષ ચાલ્યું.
ગુરુમદિર, જિનાલય, સ્વાધ્યાય ખડ અને નીચેના ભાગમાં રાઈધર તથા ભેંયરાનો ભાગ : આ પ્રમાણે બાંધકામ થયું. તેમાં ખરું તો પરમકૃપાળુ દેવના ગમળે જ કામ કર્યું છે. પૂ. શ્રી. ભગવાનલાલભાઈ એ ખુલ્લા દિલથી, પૂર્ણ ભક્તિથી રૂપિયા લાખ ઉપરાંતનો ખર્ચ કર્યો. ઘણો ખર્ચ થયો એમ કયારેય કહ્યું નથી. હું કોઈક દિવસ કહું કે “ ધાર્યા કરતાં ઘણો જ ખર્ચ આવે છે” તો તેઓ કહેતા કે, “પ્રભુના કામમાં કેમ સંકોચ રાખે છે ? આપણે શું કરી શકીએ છીએ? જેનું છે તે બધું સંભાળી લે છે; માટે એવા વિચાર ન કરે.” મારાપણાની ભાવના તેમને કદી થતી નહીં. એવી નિરભિમાનતા તેમનામાં અનેક પ્રસંગે વ્યક્ત થતી.
બાના (જી મલાd C[,
આ મંદિરના બાંધકામના કાર્ય માં તેમને તેમનાં ફઈબાના * ભાઈ ?' દીકરાએ પૂ. નાનાલાલભાઈ કાળિદાસ જસાણી અને શ્રી બેચરદાસભાઈ કાળિદાસ જસાણી અને શ્રી મેહનલાલ કાળિદાસ જસાણી તથા પૂ. શ્રી ભગવાનલાલભાઈનાં માસીના દીકરા શ્રી અમૃતલાલ વીરચંદ જસાણી તથા ભાગીદારો શ્રી ગોપાળજીભાઈ માનસંગ શાહ, શ્રી વેલજીભાઈ, શ્રી પટલાલભાઈ, શ્રી શંભુલાલભાઈ, શ્રી રવજી ઝવેરચંદના ભત્રીજા શ્રી મોહનલાલભાઈ, પંજાબી લાલા, ભગવાનદાસ કપૂર વગેરે તરફથી ઘણો સહકાર મળ્યો હતો.
Page #73
--------------------------------------------------------------------------
________________
૩૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જનમભુવન
તેઓ બધાની સાથે પૂ. શ્રી ભગવાનલાલભાઈને ભાઈથી પણ અધિક નેહભાવ હતો. શ્રી ગોપાલજીભાઈ સાથે તેમનો પ્રેમ અને સંબંધ અત્યંત નિકટનો હતો.
અમારા જમાઈ એ શ્રી જયંતીલાલભાઈ મોતીચંદ ગાંધી "તથા સ્વ. શ્રી નાનાલાલ ખીમચંદ પારેખ તથા શ્રી ધીરજલાલ ગોપાળજી શાહે પણ આ મંદિરમાં શરૂઆતથી હજી સુધી ઘણા ઉમંગથી અમને સાથ આપ્યો છે અને આપી રહ્યા છે. શ્રી ભોગીલાલ પોપટલાલ શાહ, બ્રહ્મચારી ગોવર્ધનદાસભાઈ, પૂ. શ્રી મણિલાલ રણછોડદાસ નારવાળા અને શ્રી મણિલાલભાઈ કલાભાઈ તરફથી પણ પ્રથમથી છેવટ સુધી સહકાર અને સૂચનાઓ મળ્યા
| વળી રોજ જન્મભુવન, વવાણિયાના હાલના વ્યવસ્થાપક શ્રી પ્રતાપભાઈ લવજીભાઈ વારા રાજભુવનનાં સર્વ કાર્યોમાં ઘણા પ્રેમથી અને અંતઃકરણની લાગણીથી સેવા આપી રહ્યા છે. e આ રીતે સૌના સાથ અને સહકારથી જન્મભૂમિની સેવા થઈ રહી છે. ખરેખર આ બધું સર્વના ઉલ્લાસ, ભક્તિભાવ અને સતેષનું દ્યોતક છે.
સપુરુષોનું યોગબળ જગતનું હંમેશાં કલ્યાણ કરે છે - આપણે તે સૌ નિમિત્તમાત્ર છીએ.
Page #74
--------------------------------------------------------------------------
________________
કાકાશ્રી મનસુખભાઈ
(૧૦) મારા પૂ. કાકો શ્રી મનસુખભાઈ એ મારી નાની વયમાં જ મારામાં જે સંસ્કારોનું સિંચન કર્યું છે તે બદલ મારા હૃદયનો ઉપકારભાવ હું કયા શબ્દોમાં વ્યક્ત કરું ? મારા પિતાશ્રી શ્રીમદ્ રાજચંદ્રજીના દેહોત્સગ પછી મારા કાકા પૂ. મનસુખભાઈ એ મારા શિક્ષણ સંબંધમાં અને મારા સુસંસ્કાર માટે બહુ જ ધ્યાન આપ્યું છે. હું અંગ્રેજી બીજા ધોરણમાં હતી અને મારે મારી, રાજકોટ જવાનું થતાં શાળાના અભ્યાસની નિયમિતતા ન સચવાઈ. તેથી ઘેર શિક્ષક રાખી થોડો અભ્યાસ ચાલુ રખાવ્યા. તે પછી શાળાના અભ્યાસકાળ પૂરો થયો અને લગભગ તેરમે વર્ષે મારે મુંબઈ જવાનું થયું. પૂ. કાકાશ્રી પાસે મુંબઈમાં લગભગ દોઢ વર્ષ રહેવાનું થયું હતું. શાળા અંગેના અભ્યાસના જ નહીં પણ ઘરમાં અન્ય સાહિત્ય, સંવાચનને પરિચય રહેતો, જેમાં ‘સતી મંડળ’, ‘ભામિનીભૂષણ’ જેવા ગ્રંથનું વાચન વિશેષ રખાતું.
મારી બાળવયમાં ‘શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ પ્રગટ થયા ત્યારે મારા પૂ. કાકા મને કહેતા, “આ વાંચો.” ચાગ્ય પ્રસંગે પોતે પણ સમજાવતા હતા. તેમાંથી પદો, ગાથા, “હે પ્રભુ’ના દેહરાને મુખપાઠ કરવાનું સૂચન કરતા.
આ પ્રકારના અભ્યાસ સાથે ઘરકામની પ્રવૃત્તિમાં પણ મદદરૂપ થવાનું બનતું'. મને ઘરકામ કરવું ઘણું ગમતું. હું નવરાશે વચનામૃત” વાંચતી તે સમજવામાં ન આવે, પણ મારા પૂ. પિતાશ્રીએ લખ્યું છે એવી ભાવનાના બળે ‘વચનામૃત” વાંચવામાં બહુ ઉલ્લાસ આવતા. પૂ. કાકા મારી દરેક પ્રકારની સંભાળ લેતા. તેમાં સુસાહિત્યનો પરિચય રાખવા સંબધી મને વિશેષ પ્રેરણા
Page #75
--------------------------------------------------------------------------
________________
૩૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન wwwww આપતા. મેહની વૃદ્ધિ કરે તેવાં સાહિત્ય જેવાં કે નવલકથા આદિ વાંચવાની મના કરી હતી. ‘ભામિનીભૂષણ’, ‘સતી મંડળ’, ‘ત્રિષષ્ટિ સલાકા પુરુષચરિત્ર”, “મોક્ષમાળા’, ‘રામાયણ અને મારી ચોદ વરસની વયથી “વચનામૃત” વાંચવાની પ્રેરણા મારા કાકા આપ્યા કરતા હતા. મને ન સમજાય તો પોતે વિવરણ કરી સમજાવતા. મારા પ્રત્યે કાકાનો રૂડો વાત્સલ્યભાવ હતો. આમ મારા કાકાને મારા પર જે ઉપકાર છે, તેને હું ક્યા શબ્દોમાં વ્યક્ત કરી શકું ?
‘શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ ” પ્રગટ કરવામાં તેમણે શરૂઆતથી સારી મહેનત ઉઠાવી હતી. મારા પૂ. બાપુજી અને પૂ. કાકા એમ બે ભાઈ એ અને ચાર બહેનો-શિવકારબહેન, મેનાબહેન,ઝબકબહેન અને જીજીબહેન–હતાં. મારા મોટાભાઈ છગનભાઈ કૃપાળુ દેવના સંસ્કારથી ઉછરેલા અને રંગાયેલા હોઈ ધર્મ પ્રેમી, ગુણાનુરાગી, વિવેકી અને પ્રેમાળ બન્યા હતા. મારા બીજા ભાઈ રતિલાલ હતા. કાશીબહેન મારાથી નાનાં હતાં. મારાં દાદીમા અને દાદાને અમારા પર અત્યંત વહાલ હતું.કાશીબહેનને બે દીકરા-નગીનભાઈ અને પ્રવીણભાઈ છે. હેમંત અને ઇન્દીરા તેમની પુત્રવધૂએ છે. મારા બે ભાઈઓને અને બહેનનો તે નાની ઉંમરમાં દેહવિલય થયો હતો. પરમ કૃપાળુ દેવના દેહવિલય વખતે મારા કાકાની ઉંમર ૨૪ વર્ષની હતી. પ્રભુથી તે નવ વર્ષે નાના હતા. કૃપાળુ દેવે સર્વ વ્યવહાર તથા વેપાર દ્રાદિક વગેરેથી કાકાને વાકેફ કર્યા હતા, તેથી સર્વ જવાબદારી તેમના પર આવી પડી. તેનો વહીવટ તે બુદ્ધિપૂર્વક ખૂબ કુશળતાથી કરતા. રેવાશંકર જગજીવનની પેઢી સાથેના સંબંધ કૃપાળુ દેવના દેહવિલય પછી પણ સાત વર્ષ સુધી ચાલ્યા ને પછી છૂટા પડયા. ત્યાર બાદ ‘ છગનલાલ મનસુખલાલ’ નામની.
પેઢી શરૂ કરી, છગનભાઈ ચારેક મહિના પેઢી પર બેઠા હશે , , ડેઝ અને તેમને બીમારી આવી અને તેમનો પણ દેહવિલય થા.
૮૦, પંદર વર્ષના વહીવટ પછી મારા કાકાએ પણ દેહત્યાગ કર્યો અને . સાથે આ પેઢી પણ સંકેલાઈ ગઈ. આજે મારા કાકાના દીકરા ૬ સુદર્શન અને પુત્રી સૂરજબહેન છે. મારાં કાકી ઝબકબહેન તથા
તેમની દીકરી સૂરજબહેન અને તેમની ત્રણ પુત્રીઓ અને એક પુત્રે પણ દીક્ષા લીધી હતી. સૂરજબહેનના બીજા દીકરા ભાઈ
(૫ X ૧૪ બ ,
5
4
Page #76
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૩૯
હસમુખલાલ મુંબઈમાં વેપાર કરે છે. મારા કાકાના દીકરા ભાઈ સુદર્શનને એક પુત્ર અતુલ અને એક પુત્રી આરતી છે. ભાઈ સુદશ ન મુંબઈમાં ઝવેરાતના વેપાર કરે છે. ભાઈ સુદશને વવાણિયાના વડીલના મકાન પર “ રાજ જન્મભુવન” બાંધવાની રાજીખુશીથી રજા આપી હતી તે અગાઉ કહેવાઈ ગયું છે. પરમકૃપાળુ દેવનાં વસ્ત્રો તથા ઘાડિયું વગેરે સાધના તેમણે તથા તેમની પત્ની શારદાએ સાચવી રાખ્યાં હતાં. તે તેમણે રાજભુવનને ભેટ અર્પણ કર્યા છે. આ હકીકત તેમના ભક્તિભાવની સૂચક છે. | કૃપાળુદેવનું પરમાર્થમય લોકોત્તર જીવન, તેઓના અપૂર્વ દિવ્ય વિચારો અને સાધુ પ્રકાશમાં આણવા મારા કાકા મનસુખભાઈ એ સતત અથાગ પ્રયત્ન કર્યા છે. તે માટે સારા શ્રમ લઈ તેઓશ્રીના (પરમકૃપાળુ દેવના) મુમુક્ષુભાઈએ પ્રતિ લખાયેલા સાધમય, શુદ્ધ સમાગદર્શક પત્રો ભેગા કરીને તેમણે ગ્રંથાકારે પ્રગટ કર્યા છે. તે પછી અન્ય આવૃત્તિઓ પણ “પરમશ્રત પ્રભાવક મંડળ’ તરફથી બહાર પડેલ છે. તેમની પત્રકાર તરીકે લેખનશક્તિ ઘણી જ સારી હતી. તેઓ શાસ્ત્રોનું સંશોધન કરી જૈન ધર્મની મૂળ પ્રણાલિકા ઉપર સારો પ્રકાશ પાડતા અને નીડરપણે સત્ય વસ્તુને દૃષ્ટાંત-દલીલો સહિત પ્રગટ કરતા. - પરમકૃપાળુ દેવનાં વચનામૃત પુસ્તકરૂપે પ્રગટ થતાં ઘણાં જૈન તેમ જ જૈનેતર ભાઈ એ તેમાં રસ લેતા થયા. ત્યારે શ્રી મનસુખભાઈના તેમ જ બીજા ઘણા ભાઈ એના ઉત્સાહથી પરમકૃપાળુ દેવની જન્મજયંતી જાહેરમાં ઉજવવાનું શરૂ થયું. સંવત ૧૯૭૧માં મહાત્મા ગાંધીજી હિંદ પધાર્યા ત્યારે શ્રી મનસુખભાઈએ તેમના સહકાર મેળવી તેઓશ્રીના પ્રમુખપણ નીચે પરમકૃપાળુદેવની જયંતી ઉજવી હતી. | ‘રાજ-જય'તી વ્યાખ્યાનો’ એ નામે પુસ્તક શ્રી મનસુખભાઈ એ સંવત ૧૯૭૪માં પ્રસિદ્ધ કર્યું છે. તેમાં પરમકૃપાળુશ્રી પ્રત્યે આદર અને વિશ્વાસ દર્શાવનાર ભાઈ એ તરફથી અપાયેલાં વ્યાખ્યાના તથા જય'તી પ્રસંગે મેકલાવેલા લેખોનો સંગ્રહ કર્યો છે. તે ગ્રંથમાં જયંતી મહોત્સવ પ્રસંગે દી, બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીના પ્રમુખપદેથી અપાયેલા ભાષણનો પણ સમાવેશ થાય છે. તેમાં ‘ અનુકરણીય ભ્રાતૃભાવ” એ વિશે નીચે પ્રમાણે જણાવ્યું છે, જેથી આપણને મનસુખભાઈની વિશિષ્ટતા સમજાશે :
Page #77
--------------------------------------------------------------------------
________________
૪૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwwwwww
‘ઈશ્વરે શ્રીમદ રાજચ'દ્રજીમાં જ્યારે દેવી અશે। મૂકેલા ત્યારે એક બીજી ખાખત પણ ધ્યાનમાં રાખેલી લાગે છે. તે એ છે કે રા. રા. મનસુખલાલ રવજીભાઈ જેવાને સમાગમ કરાવ્યે. મનસુખલાલભાઈ વાતચીતમાં અથવા તે પેાતાના મરહૂમ ભાઈનાં રચેલાં પુસ્તકા પ્રસિદ્ધ કરતા, તેના પર ટીકા લખવામાં અથવા તે। શ્રીમાનનાં નાનાંનાનાં વાકો અથવા નાનાંમોટાં કથના વિચારતા, તેમના જીવનની એકેએક દશા વર્ણવતાં જે નિઃસીમ ભ્રાતૃભાવ દર્શાવે છે, જે ભક્તિથી સઘળુ* જુએ છે, જે પ્રેમથી તેમનુ આખુ જીવનરૂપી આકાશ દેદીપ્યમાન માને છે, તે જોતાં આપણા પ્રાચીન ઇતિહાસમાંથી લક્ષ્મણને શ્રીરામ પ્રત્યેના અંધુભાવ સ્મરણમાં આવ્યા સિવાય રહેતા નથી. આવા સસ્કારી અને વિશુદ્ધ પ્રેમવાળા ભાઈ જેઓ કેવળ સ્વાર્થ રહિતભાવથી શ્રીમાન રાજચંદ્રનાં પુસ્તકે, તેમના ઉમદા લેખા, અને તેમના જીવનના ઉચ્ચ આશયા પ્રસિદ્ધિમાં મૂકતા જાય છે તેમના આપણે સૌ એક રીતે ઋણી છીએ એમ કબૂલ કરવુ જોઈ એ.
‘ભાઈ મનસુખલાલને સસ્કારી વિશેષણ એટલા માટે આપ્યું છે કે ઝવેરી તરીકે ધધામાં રહી, સાહિત્યપ્રેમ, દેશદાઝ તથા પેાતાના સ’પ્રદાયને અનુરૂપ સાચે રસ્તે દોરવવા માટે તેમણે કરેલા સ્વાર્થત્યાગ, પૂર્ણ પ્રવૃત્તિના ઉચ્ચ ગુણા દર્શાવે છે; અને તેમણે પેાતાને ધર્મ ઘણા જ વિનીતભાવે ખજાન્યેા છે. તમારા સમૂહમાં તે પણ એક અહુ ઉપયાગી વ્યક્તિ છે.’
આ પછી મારા કાકાએ સભામાં ભાષણ કરી પ્રસંગેાચિત પ્રત્યુત્તર આપ્યા છે. તે વ્યાખ્યાન સ`ગ્રહ'માં છપાયા છે. જી - ૧> બીજું' સંવત ૧૯૭૪ પછી તેઓ કાઠિયાવાડની રાજકીય પ્રવૃત્તિમાં રસ લેતા થયા. સૌરાષ્ટ્રનુ એકમ કરનાર રાજકીય પરિષદના આફ્રિ કાર્ય કર્તાઓમાંના તેએ એક હતા. સરધાર ગામમાં શિકાર અટકાવવાથી તેમને જેલમાં જવાનું પણ થયુ હતુ.. એવાં લેાકેાપકારી કાર્યો પણ તેમણે ઘણાં કર્યાં છે. દેશ તથા સમાજની તેમણે કરેલી વિવિધ પ્રકારની સેવાઓને આ હકીકતાથી ખ્યાલ આવે છે. તેઓશ્રી સવત ૧૯૮૦માં રાજકોટમાં અવસાન પામ્યા.
*
Page #78
--------------------------------------------------------------------------
________________
-------
પરમ પૂજ્ય કુંવરમા
************
( ૧૧ )
પરમ પૂજ્ય માના સમર્થ વ્યક્તિત્વને શબ્દોમાં આલેખી શક' એટલી હું સમથ નથી અને છતાં એમની સાથેનાં સ્મરણે। મારે માટે જીવંત અને અવિસ્મરણીય છે. અત્યારે લખું છું ત્યારે તેમની સજીવ મૂર્તિ ખડી થાય છે અને તેએ સ્થૂળદેહે નથી તેનુ વિસ્મરણ થાય છે.
આ મહાન આત્માને પરિચય કરાવનાર મારા પૂ. ઈમાના પુત્ર પૂ. શ્રી. હેમચંદભાઈની હું પરમ ઋણી છું. તેમની માન્યતા હતી કે મારા અને પૂ. માના મેળાપ મારા આત્માના ધ્યેયનુ કારણુ બનશે. પર`તુ દૈવાનુયાગે પ્રતિકૂળ સચાગેાને લીધે પૂ. માને
મળવામાં અંતરાય આવ્યા કરતા હતા.
એક વખત હું જ્યારે તીથ ધામ વવાણિયા હતી ત્યારે એ ભાવના ફળીભૂત થાય એવા ચાગ ઉપસ્થિત થયા. પૂ. મા માંડવી હતાં અને પૂ. શ્રી. હેમચ’દભાઈ તેમના દર્શનાર્થે ત્યાં જતા હતા. તેમના આગ્રહ અને પ્રેરણામળે વવાણિયામાં પૂનમનિમિત્તે આવેલા મહેમાનેાની અવરજવર ચાલુ હતી છતાં હું પૂ. માનાં દર્શન કરવા નીકળી, મારા આત્માને શાંતિ મળશે એમ માની મનુભાઈના પિતાશ્રીએ હું નીકળી શકુ તેવી ખધી વ્યવસ્થા કરી દીધી.
માંડવી રાત્રે દશ વાગે પૂ. માતુશ્રીની પાસે અમે પહોંચ્યાં ત્યારે તેમના પ્રથમ દનથી જ મારું અંતર તેમને નમી પડ્યું. અસહ્ય તાપ પછીની શીતળતાના પરમાનન્દના મે' તેમના સાન્નિધ્યમાં અનુભવ કર્યાં.
આઠે દિવસ પૂ. માના સાન્નિધ્યમાં ગાળ્યા. એ સતત સત્સ`ગના સમયમાં મેં તેમના કૃપાળુ હૃદય પ્રત્યે અપાર શ્રદ્ધા અને
Page #79
--------------------------------------------------------------------------
________________
૪૨ : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwwwwwwwwww
પ્રેરણાત્મક ભક્તિ કેળવી. આવા યોગથી આટલે વખત વંચિત રહી તેને પારાવાર પસ્તાવો પણ થયો. મને ખાતરી થઈ કે પૂ. મા મને સત્ય રસ્તે દોરશે. જીવનના નિત્ય વ્યવહારો વચ્ચેથી પણ સ્થિર ચિત્તે તેમના સત્સંગ કેળવવાથી કાંઈક પ્રાપ્ત કરી શકાય, એમ માની મેં' નિર્ણય કર્યો કે તેમની પાસે હું ‘કરીને ઠામ બેસીશ.”
પૂ. માં એક અનન્ય ભક્ત હતાં. એક ગૃહસ્થાશ્રમી તરીકે પણ તેઓએ જીવન જીવી જાણ્યું હતું. પરમકૃપાળુ દેવ ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે અલિપ્ત રહ્યા હશે તેની પ્રતીતિ મેળવવી હોય તો પૂ. માના જીવનનું દર્શન કરવું. કુટુંબજીવનમાં પૂ. માને વ્યવહાર નાનાંમોટાં કે નોકરો એમ બધાં માટે ભાવભર્યો રહેતો અને કોઈ પણ સંજોગોમાં તેઓ શાન્ત ચિત્તે જ વર્તતાં. પરમકૃપાળુ દેવે કહ્યું છે તેમઃ
કુશળ અને કહ્યાગરા પુત્રો, આજ્ઞાવલ'ની ધર્મયુક્ત અનુચરો, સદ્ગુણી સુંદરી, સ’પીલું કુટુંબ, સત્પુરુષ જેવી પોતાની દશા જે પુરુષની હશે તેને આજનો દિવસ વંદનીય છે.”
માંડવીથી નીકળતાં અમારી ટિકિટ પૂ. માએ કઢાવી. પૂ. શ્રી. હેમચંદભાઈની તે માટે ના હોવા છતાં પૂ. માં ઉપરની મારી શ્રદ્ધાભક્તિથી મને લાગ્યું કે સભાગે જવાની છેક સુધીની આ ટિકિટ છે એમ માની મારે એ જ ટિકિટથી મુસાફરી કરવી અને એને જ અહોભાગ્ય ગણવું. પૂ. માએ અપાવેલી ટિકિટથી તે નિયત ધ્યેય પર જલદી પહોંચી જઈશું એવી ભાવના અંતરમાં લઈને માંડવીથી નીકળ્યાં. વવાણિયા પહોંચતાં જ પૂ. બ્રહ્મચારીજી સંઘ લઈ પધાર્યા હતા તેમનો લાભ મળે. પૂ. મા અને પૂ. બ્રહ્મચારીજી ખનના દર્શનના અનન્ય લહાવો મને મળ્યા. તરસ્યા માણસ તળાવે જઈને તરસ્યા પાછા આવે તેવું દુઃખ તે વખતે મારા અંતરમાં રહી ગયું કારણ કે પૂ. માના અગાધ જ્ઞાનસાગરમાંથી હું મારી તરસ ન છિપાવી શકી. ત્રણચાર વર્ષ એમ ને એમ નીકળી ગયાં પણ પૂ. માનો ફરી મેળાપ ન થયા. ત્યાર બાદ પાકિસ્તાનની રચના થતાં પુણ્યાગે મુંબઈ રહેવાનું થયું. તે
Page #80
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૪૩
નિમિત્તે પૂ. માં મુંબઈ હતાં. એટલે તેમને મળીને અપૂર્વ આનંદ મેળવ્યો ને પછી તો તેમને સત્સંગ એ નિત્યક્રમ બની ગયા.
તેમનો ઉપદેશ સાંભળતાં મહામુનિની યાદ આવે. તેમની આંખોમાંથી અમીવર્ષા થાય. નબળું શરીર અને એક જ આસને બેસીને વાંચે છતાં કોઈ પણ પ્રકારના આધાર કે ટેકો રાખે નહિ. તેમની આ રીત ખાસ ધ્યાન ખેંચે તેવી હતી. મને વિચાર આવતો કે આ જ સાચી સામાયિક કહેવાય. તેઓ પોતે કઈ દિવસ આવી સમતારૂપી સામાયિકને ઉલેખ કરતાં નહિ. પણ તેમના આવા વ્યવહારની છાપ આપણા પર પડે જ. પરમકૃપાળુ દેવે કહ્યું છે કે કોઈ સામાયિક કરતું હોય તેને તેમાં રહેલી ખામીના નિર્દેશ કરવો ન જોઈએ, પણ આપણે જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યની સમતારૂપી સામાયિક કરવી કે જેથી બીજને પિતાની ભૂલ સમજાય. પૂ. માં પરમકૃપાળુ દેવની આ રીત અનુસાર વર્તતાં. તેમની ઉપદેશ આપવાની રીત પણ અનાખી હતી. તેઓ વ્યક્તિગત ઉલ્લેખ ન કરે તોપણ દરેકને એમ લાગે કે પૂ. મા તેમને જ મુશ્કેલીઓમાં માર્ગદર્શન આપી રહ્યાં છે. આ રીતે બધાં જ પિતાની નબળાઈ ઓ પ્રત્યે સજાગ રહેતાં.
- પૂ. મા ઘણી વખત કહેતાં, “પ્રમાદ છોડે; તમે છ આના મહેનત કરશે તો પ્રભુ તમને દસ આના સાથ આપશે. કાલને ભરોસે છોડા. જે કામ કાલે કરવાનું છે તે આજે જ કરે. આ શરીરનો ભરોસો નકામો છે. એકબીજા માટે જે રાગ છે, પ્રેમ છે તે શરીરનો છે. માટે સાચા આત્માને ઓળખવા કમર કસો તે જ તેનું પરિણામ છે. તેમ નહિ કરીએ તો મહા પ્રયત્ન મેળવેલા રત્નચિંતામણી જેવા મનુષ્યદેહ ઘડીકમાં ખોઈ બેસીશુ'.” આ પુણ્યાત્માની પ્રેરણાથી ઘણી બહેનને આગળ વધવાનું પ્રોત્સાહન મળ્યું. તેમના ધાર્મિક જીવનની રહેણીકરણી તદ્દન સાદી હતી. રોજ માત્ર બે ટંક જરૂર પૂરતું ખાવું પીવું અને જરૂર પડતાં કપડાં રાખવાં—એ સિવાય કોઈ જાતનો પરિગ્રહે તેઓ રાખતાં નહિ. સંસારમાં રહીને તેમણે આત્માનું સાચું ભાથું" બાંધ્યું. તેમણે આવા ધાર્મિક રંગે રંગાયેલા પોતાના જીવનને
Page #81
--------------------------------------------------------------------------
________________
૪૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન **
*
કુટુંબના સંજોગોની અનુકૂળતા અનુસાર ગોઠવી દીધું. એમનુ” જીવન ધર્મ ની પાછળ કેટલીક વાર જોવા મળતા નર્યા ગાંડપણથી મુક્ત હતું.
પૃ. માના આટલા સહવાસ પછી તેમની સાથે મારું મન એટલું મળી ગયું કે તેઓનાં દર્શન વિના મને ચેન પડતું નહીં'. ધીરેધીરે પૂ. માની તબિયત લથડવા લાગી. છતાં પૂ. માની અંદર રહેલી ચૈતન્યતિ તો એટલી જ દેદીપ્યમાન રહેતી. છેલ્લા દિવસોમાં તેઓ સતત પ્રભુસ્મરણમાં રહેતાં. ઘણા સમય મૌન જાળવતાં. પ્રભુ હંમેશાં આવા હૃદયની સમીપ જ હોય એમ પ્રતીતિ થતી. એક વાર ચાર કલાકના મૌન પછી પૂ. માને જાગૃતિ આવી ત્યારે તેમણે જણાવ્યું, “બહેન, આજે મને જે વસ્તુ જોઈતી હતી તે મળી : આજે પ્રભુનાં દર્શન થયાં.” પૂ. મા સાથે કેટલીક વખત પ્રત્યક્ષ સદ્દગુરુ સંબધી વાત થતી. હું કહેતી કે કૃપાળુ દેવ તો પરાક્ષ ગણાય એમ સૌનું માનવું છે. પરંતુ કૃપાળુદેવની ભક્તિના રંગે રંગાયેલાં પૂ. મા તો એમ જ કહેતાં કે
મારા ભગવાન તો પ્રત્યક્ષ જ છે. એમને પ્રત્યક્ષ સમજી ભાવ રાખવા જોઈએ.” પોતે અજ્ઞાન હોય તેમ પ્રભુ પાસે જ્ઞાનની ભિક્ષા માગતાં અને પ્રભુ પ્રત્યે પોતાની દીનતા દર્શાવતાં. પૂ. માનાં તે વખતે મેં દર્શન કર્યા ત્યારે મને થયું કે પૂ. માના જેવા ભક્તિભાવ રૂંવાડે રૂંવાડે પ્રગટે અને આપણી પોતાની દીનતાનું ભાન થાય તો જ ઈશ્વર પાસેથી આપણે જ્ઞાનામૃત મેળવી શકીએ. માટે તો કહ્યું છે કે,
૮૮ અધમાધમ અધિક પતિત, સકળ જગતમાં હુંય;
એ નિશ્ચય આત્મા વિના, સાધન કરશે શુંય ? ” પૂ. માની એક ભાવના હતી કે પરમકૃપાળુ દેવના પત્રોને ત્રાંબાના પતરે કાતરાવવી. આ સંબંધી તેમની સાથે મારે એક વાર ખૂબ વિગતવાર વાત થઈ હતી. પૂ. માને મે જણાવેલું કે શ્રી હેમચંદભાઈએ પણ આવા જ કાર્યની વાત કરી હતી. આ પત્રોને ત્રાંબાનાં પતરાં પર કોતરાવવામાં આવે તો હજારો વર્ષ પછી પણ માનવજાતને તેનો લાભ મળ્યા કરે. પૂ. માના જીવન
Page #82
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જનમભુવન : : ૪૫
કાળ દરમિયાન તે આવો યોગ પ્રાપ્ત ન થયો. પણ બહેનોએ આ વાત લક્ષમાં રાખીને તેમના દેહવિલય પછી તેમની ભાવનાને મૂર્ત કરવા યથાશક્તિ દ્રવ્ય એકઠું કરી પરમકૃપાળુ દેવના પત્રાને મૂળ હસ્તાક્ષરમાં ત્રાંબાના પતરા પર ઉતારવાનું પવિત્ર કાર્યા શરૂ કર્યું. | પૂ. માની છેલ્લી માંદગીના એ દિવસોમાં તેઓ સતત પ્રભુમય. રહેતાં હતાં. તેમના દેહવિલય થયે તે દિવસે હું સાંજે જ જઈ શકી. મેં જોયું કે તેમને ઘણી વેદના થતી હતી, પણ તે તરફ તેમનું લક્ષ જ નહોતું. મેં અને સૌ. ભાનુમતીએ તેમના પ્રત્યે ભક્તિ પ્રગટ કરી. સૌ. ભાનુમતીએ મને જમવાનો આગ્રહ કર્યો અને પૂ. માએ મારે ખાતર કઈક લેવાની ઈચ્છા કરી પણ કંઈ લઈ શકયાં નહિ. તેમની સાથે હું જમી તેથી તેમને આનંદ થયા. હું એ પ્રેમાળ જ્ઞાનમૂર્તિના હસતા ચહેરાને જેઈ ઘેર ગઈ અને ફરી મને તે દશન પ્રાપ્ત ન જ થયાં. બીજે દિવસે સમાધિ-અવસ્થામાં પરોઢિયે તેઓએ દેહ મૂકી દીધે, ને અનંતતામાં લીન થઈ ગયાં. પૂર્વના કોઈ પુણ્ય પૂ. માની મારા પર કૃપાદૃષ્ટિ હતી, પણ તેમના જ્ઞાનનો પૂરો લાભ હું લઈ શકી નહિ. અત્યારની અવસ્થા તો સાવ નિરાધાર લાગે છે કે, “ ગુરુ બિન કૌન ઉતારે પાર ? ?’ આ રીતે એમનો વિયેગ નિકટનાં પ્રિય જનાના વિરોગથી પણ વસમું લાગે છે.
મેં પૂ. માને પૂછેલું કે, “ આપણાં શરીરના ભરોસો નથી, તો પછી બહેનને આધાર કાના ? '' પૂ. માએ કહ્યું કે, “ બાઈ, આધાર ભગવાનનાં વચનોનો.” પૂ. માના પાર્થિવ દેહ ગયે પણ તેમણે બહેનાનાં અંતરમાં જગાડેલી જાગૃતિની જ્યોતિરૂપે અપાર્થિવ સ્વરૂપે તેઓ આપણી વચ્ચે જ છે એવું મને સતત લાગ્યું છે. અત્યારે પણ પૂ. માની છાયા નીચે બપોરના જે સમય વાચન માટે મુકરર કરેલ હતો તે પ્રમાણે વાચન ચાલે છે અને બહેનો તેમાં ખંતથી રસ લે છે. પૂ. માના બે પુત્રો શ્રી હીરાલાલ અને શ્રી બાબુભાઈ અને પુત્રવધૂઓ સૌ. ભાનુમતીબહેન અને સૌ. મેનાબહેનમાં પૂ. માના શુભ સંસ્કાર પડેલા છે. તેઓએ પૂ. માની ભાવના અને કાર્યને વેગ આપવાના પ્રયાસો ચાલુ રાખ્યા છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
૪૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
પૂ. માએ આપણામાં વાવેલા ઉત્તમ ધાર્મિ ક સસ્કારબીજને વિકસાવવા આપણે સતત જાગૃત રહીએ એ જ પરમકૃપાળુ દેવ પાસે આપણી નમ્ર માગણી છે.
એક જિજ્ઞાસુએ પૃ. કુંવરમાના ઘણા પ્રેમ સ’પાદન કર્યાં હતા. તેમણે એક વાર પૂછ્યું, “ખા! તમારું ઉત્તમ ચરિત્ર જાણવા અને સમજવા મળ્યું એને મારું અહાભાગ્ય સમજું છું. તમારી જ્ઞાનગ્રહણશક્તિ, સ‘તજનાની તમે અતરથી કરેલી ભક્તિ અને તેમનાં દર્શન અને સમાગમની એકનિષ્ઠ ઉત્કંઠા —આ બધી તમારા ઉદાત્ત આત્માની જ પ્રસાદી છે. મહાપુરુષાના ચરિત્રની સુવાસ પામવા અને તેનાં રહસ્યાને સમજવા માટે પણ સાચી ચેાગ્યતા હાવી જોઈએ. તે કેમ મેળવવી?” પૂ. માએ ઉત્તર આપ્યા “છે તેા એમ જ; પણ એવી સર્વાંગ ચેાગ્યતા મારામાં કથાં છે? પ્રભુએ તેા કહ્યું છે, જે મનુષ્ય સત્પુરુષાનાં ચરિત્રરહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે.” (વચનામૃત )
CO
પૂ. કુંવરમાની ઉપર્યુક્ત જિજ્ઞાસુ ઉપર અત્યંત કરુણા હતી. તેએ પ્રભુના પરમ ભક્ત તેા હતાં જ, પરંતુ સાથેસાથે આત્માની એટલી બધી કેળવણી તેમને મળી હતી કે વ્યવહારશુદ્ધિ અને પરમા શુદ્ધિ એમ બંનેનુ જ્ઞાન મેળવી શકે. તેએ કથાવાર્તા કરતાં હાય ત્યાંય જનસમુદાયને તેમના ઉદાત્ત પ્રભુપ્રેમ, તેમની ઉપર અપાર શ્રદ્ધાભક્તિ તથા શમ-સવેગ આદિ સદગુણાના જ્યેાતિદર્શનના અનન્ય લાભ મળતા. સર્વ જીવા પ્રત્યે સમભાવ રાખવા અને સમાગમમાં આવનાર વ્યક્તિના મનનું સમાધાન કરી તેને શાંતિ આપવી અને પરમકૃપાળુ પ્રભુનાં વચનામૃતમાં તેમની શ્રદ્ધા કેળવવી એ એમને સહજ સ્વાભાવિક હતું. તેમની વાણીમાં એવી મીઠાશ હતી કે લેાકેાને એમના મુખેથી પ્રભુનાં વચનામૃત સાંભળવા ગમતાં. તેમની વાત્સલ્યભાવના એટલી પ્રબળ હતી કે તેમને પરિચય કેળવવાનું ખૂબ મન થતું. આવાં જનેા પર પૃ. માને એટલા બધા પ્રેમ હતા કે તે એકાદ દિવસ ગેરહાજર હોય ત પૂ. મા તેમને ખેલાવવા કાઈને મેકલતાં અને ભાજન પણ ઘણુ’ખરું તેમની સાથે જ લેતાં,
Page #84
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જનમભુવન : : ૪૭
wwwwwwww
તેમના અને આપણા વ્યવહારમાં એટલો સ્પષ્ટ તફાવત છે કે આપણે લૌકિક દૃષ્ટિએ કામ કરીએ છીએ, જ્યારે તેમનાં કાર્યો અલૌકિક-નિષ્કામ પ્રેમ- દૃષ્ટિએ થતાં. સંસારમાં રહેવા છતાં તેમનું અંતર સંસારથી વિરક્ત-અનાસક્ત હતું. સંસારથી નિસ્પૃહ થવા સિવાય તેમની કોઈ આકાંક્ષા નહોતી :
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજા....”
–આત્મસિદ્ધિશાસ્ત્ર,
તેમના આવા પ્રકારના ઉત્કૃષ્ટ ચરિત્રમાંથી આપણે અત્યંત ભક્તિ-આદરપૂર્વક સગુણા ગ્રહણ કરી શકીએ અને ભવમુક્ત થઈ એ એ જ આપણી નમ્ર પ્રાર્થના છે. પૃ. માને આપણાં કોટિ કાટિ વંદન હો !
Page #85
--------------------------------------------------------------------------
________________
શ્રી વચનામૃત ”
તામ્રપત્ર પર
(૧૨) મીરજ પાસે આવેલા માધવનગર ગામે મારે હવાફેર માટે લગભગ દસ માસ રહેવાનું થયું, ત્યારે પૂ. શ્રી. હેમચંદભાઈ ટોકરશી સાથે હતા. તે વખતે એક વાર વાતચીતમાં તેમણે સૂચવેલું કે પ્રભુનાં વચનામૃતના મૂળ હસ્તાક્ષરના જે પત્રો પરમશ્રત પ્રભાવક મંડળ પાસે છે તે સઘળા મેળવી શકાય ને તેના બ્લેક કરાવી ત્રાંબાનાં પતરાં ઉપર કોતરાવી શકાય તો તે એક અગત્યનું ને કરવા ચોગ્ય સત્કાર્ય છે. આ રીતે પ્રભુનાં વચનામૃતો દીર્ધકાળ પર્યત જાળવી શકાય અને અનેક વર્ષો સુધી જિજ્ઞાસુઓને આ મહાન વિભૂતિના પરમાત્મ પણાની ઓળખનો લાભ કરવામાં ઉપકારક થાય. | મને આ વાત ઘણી ગ્ય લાગી અને તેની મેં મનોમન નોંધ કરી. ત્યાંથી ઘેર આવીને મેં' આ બાબત ધ્યાન પર લીધી. મને ખ્યાલ હતો કે અગાસના ‘શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ'માં મૂળ હસ્તાક્ષરવાળા સઘળા પત્રોના ફાટાઓ લેવડાવીને મોટા ખર્ચ તેનાં આલબમ બનાવેલાં છે. મને પણ પ્રથમ તેવા ફાટપ્રિન્ટ કરાવવાની વૃત્તિ થઈ અને મેં તે ભાઈ બુદ્ધિધનના પિતાશ્રીને જણાવી. તેઓ એ મારી વાત તરત જ સહર્ષ સ્વીકારી અને પરમશ્રત પ્રભાવક મંડળ પાસેથી તે સઘળા પત્રો મેળવ્યા. શ્રી. હેમચંદભાઈના પુત્ર શ્રી. શાંતિભાઈને ફોટાઓ તૈયાર કરવાનું કામ સોંપ્યું અને તેમણે પૂરા ઉમંગથી બહુ સુંદર રીતે તે પાર પાડયું.
આ કાયથી મને કાંઈક સંતોષ થયા; છતાં ત્રાંબાનાં પતરાં પર વચનામૃત કોતરાવવાની ભાવના અંતરમાં રમતી રહી. પરંતુ
Page #86
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૪૯
એ માટેના યોગ પ્રાપ્ત થતો ન હતો. પણ મુંબઈ જવાનું થયું, ત્યાં પૂ. કુંવરમાને મેં અંતરની ભાવના જણાવી. પૂ. માને એ વાતની યથાર્થતા સમજાતાં તેની અનુમતિ આપતાં તેમણે જણાવ્યું કે, “આ કામ ખરેખર કરાવવા જેવું છે.” ત્યાં પૂ. માના સમા ગમમાં રહેલી બહેનોને પણ આ ઉચિત કાયમાં ઉલ્લાસ તેમ જ ઉત્સાહ આવ્યા, ને આ પુણ્ય કાયનો લાભ લેવા સૌએ ભક્તિપૂર્વક યથાશક્તિ દ્રવ્યની ભેટ આપી.
આ કાર્યની શરૂઆત થઈ. મુંબઈના પરા શીવમાં રહેતાં ગ'. સ્વ. બહેનશ્રી લમીબહેન ભોજરાજે સૌથી વિશેષ દ્રવ્યનો ફાળે આ કામ માટે આપ્યો અને ત્યાર પછી પણ આવા ભક્તિકાર્યમાં તેમનો સાથ મને મળતા જ રહ્યો છે.
પહેલાં બેએક પતરાં પર સોની પાસે ‘પુષ્પમાળા’ના અમુક વચન કોતરાવ્યાં, પણ તેવામાં પૂ. માને માંદગી આવી ને એ કામમાં વિક્ષેપ પડયો. તેટલામાં પૂ. માએ દેહત્યાગ કર્યો. ત્યાર બાદ પૂ. માના સુપુત્ર શ્રી હીરાલાલભાઈ એ બહેનોના કહેવાથી તે કામ હાથ પર લીધું. પરંતુ વ્યવસાયને લીધે તેઓ તેમાં પૂરતો સમય આપી શકતા નહિ. એક દિવસ પ્રાણજીવનભાઈ અમારે ત્યાં આવ્યા ત્યારે આ પતરાં સંબધી વાતચીત થઈ. તેમણે જણાવ્યું કે તેની પાસે આ પત્રો કેતરાવવામાં મૂળ હસ્તાક્ષરો આવશે નહિ. અને તે ઉપરાંત સમય અને નાણાંનો ઘણો ખર્ચ થશે. મને પણ તે વાત ચોગ્ય લાગી તેથી મેં તેમને વિનંતી કરી કે શ્રી હીરાલાલભાઈ પાસે સમય નથી તો તમે આ કામ ઉપાડી લો. મારી આ વિનંતી તેમણે સ્વીકારી અને તપાસ કરી કે મૂળ હસ્તાક્ષરો તામ્રપત્ર પર આવી શકે કે કેમ ? ઘણી તપાસ પછી એક કારખાનાવાળાએ પ્રાણજીવનભાઈને નમૂનાનાં ચારપાંચ પતરાં તૈયાર કરી આપ્યાં. તે તેમણે મને બતાવ્યાં તો બરાબર પ્રભુના જ હસ્તાક્ષરો પતરા પર આવેલા જોઈને મને ઘણો આનંદ થયો. બધી બહેનોને તે બતાવતાં આવા સુંદર કામને તે બધાએ પણ પૂરા સંતોષ વ્યક્ત કર્યો અને
શ્રી. ૪
Page #87
--------------------------------------------------------------------------
________________
૫૦ ૩ : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwww
www
આ કામ પ્રાણજીવનભાઈને હાથે પૂરુ કરાવવા બધાં સ’મત થયાં. તેમણે આ સહાય પેાતાના તનમનના શ્રમ ઉઠાવી પાર પાડયુ તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે. આવાં ૨૦-૨૫ તામ્રપત્રાનુ' એક એક પુસ્તક લાકડાની એક એક પેટીમાં પ્લાસ્ટિકના કાગળા વીંટીને રાખેલુ છે. આ રીતે તામ્રપત્રાની ૧૦૮ પેટીએ તૈયાર થઈ છે. શાસ્ત્રાક્ત પદ્ધતિએ બધાં તામ્રપત્રાની ગેાઠવણી કરી છે, અને બધી પેટીએ સુરક્ષિત સ્થાને સ્થાપિત કરેલી છે.
✩
Page #88
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન મંદિર
( ચિત્રપરિચય )
આ મંદિરનું નામ છે, “ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન’. પૂ. શ્રી. ભગવાનલાલભાઈ એ હૃદયના ઊ'ડેરા ભક્તિભાવથી આ નામ વિચારી રાખ્યું હતું, તે મુજબ મંદિરનું એ નામ રાખવામાં આવ્યું છે. ગુરુમંદિરમાં પરમકૃપાળુદેવનાં દર્શન કરી આગળ ચાલતાં ‘શ્રી જિનમંદિર’ આવે છે. તેમાં જિનમુદ્રાનાં ચિત્રો તથા ધાતુની મુદ્રાનાં દર્શન થાય છે. પછી આવે છે વિશાળ સ્વાધ્યાય ખંડ, જેમાં પરમકૃપાળુ દેવનાં ચિત્રો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલાં છે. તે ચિત્રો ખરેખર ખૂબ આકર્ષક અને દેશનીય છે.
પરમકૃપાળુદેવનાં માતાપિતાની છબીઓ સાથે પૂ. શ્રી જવલબહેન, પૂ. શ્રી. ભગવાનલાલભાઈ તથા તેમના પુત્રરત્ન શ્રી બુદ્ધિધનભાઈની છબીઓ પણ યથાસ્થાને મૂકવામાં આવી છે. સંવત ૧૯પરમાં નડિયાદ મુકામે રાત્રિના સમયે પ્રભુ “શ્રી આત્મસિદ્ધિ’ શાસ્ત્રની રચના કરે છે, તે વખતે પૂ. શ્રી. અંબાલાલભાઈ ત્યાં ફાનસ ધરીને ઊભા રહ્યા છે એ અદ્દભુત દૃશ્યચિત્ર પણ તે પ્રસંગને આપણી દૃષ્ટિ સમક્ષ આબેહૂબ ખડા કરી દે છે. તે ઉપરાંત ચરિત્રકથાને અનુલક્ષીને દોરેલાં બે ચિત્રો પણ ત્યાં નજરે ચડે છે : (૧) સાત વર્ષની બાલ્યાવસ્થામાં મશાનભૂમિ પાસે કુતૂહલવૃત્તિથી
જઈને બાવળના ઝાડ ઉપર ચડીને સામે ખળતા મડદાને જોઈને વિચારમગ્ન થતા પ્રભુને જાતિસમરણજ્ઞાન થયેલું તે દેશ્યનું આલેખન કરતું ચિત્ર છે. (૨) “ મુનિસમાગમ’માંનો રાજા ચંદ્રસેન ઘોડા ઉપરથી ઊતરતાં
બનેલી સઘળી ઘટનાના દેખાવ રજૂ કરતું બીજું ચિત્ર છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
૫૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
આ ચિત્ર ખરેખર ખૂબ ભાવવાહી છે. પછી આવે છે પ્રભુના સત્સમાગમમાં આવેલા મુમુક્ષુભાઈ એ તથા પરમ પૂજ્ય મુનિશ્રી લઘુરાજ સ્વામીના ફોટાઓ. તેમની સાથે શ્રી કાનજીસ્વામી, પૂ. શ્રી મનસુખભાઈ તથા છગનભાઈ તથા કાશીબહેન વગેરેની છબીઓથી સ્વાધ્યાય ખંડ શોભી રહે છે. e એક જિજ્ઞાસુ સાથે થયેલી વાર્તાલાપ
જિજ્ઞાસુ–બા, એ પૂ. મુનિશ્રી કેણ હતા ? એમણે પ્રભુને કેવી રીતે ઓળખ્યા ?
પૂ. બા-વટામણના શ્રી લલ્લુભાઈ નામના એક રહીશ નાની ઉં'મરથી જ તેમનામાં ઉદારતા, ક્ષમા, સમતા અને પ્રમાણિકતા વગેરે ગુણો હોવાને લીધે તેઓ ગામમાં લોકપ્રિય થઈ પડયા હતા. તેઓ વેપારાદિમાં પણ નીતિસંપન્ન રહેતા. ધીરધારના ધંધામાં રકમની વસૂલાત માટે લોકોને કડક શબ્દોથી સતાવીને ઉઘરાણી કરીને પૈસા માટે કોઈની સાથે વેર બાંધવું એ એમને ફાવતું' જ નહોતું. સરકારમાં ફરિયાદ કરવી, જપ્તી કરી પૈસા વસૂલ કરવા ઇત્યાદિ દુનિયાની કારમી કાયરીતિ જોઈ તેમનું કોમળ હૃદય દ્રવી જતું.
એવામાં તેમને પિત્તપાંડુના રોગ થયા. અનેક દવાઓ કરવા છતાં તે ન મટયો. તે વખતે તેમને એક શુભ વિચાર સૂઝયો :
જે મને આ રોગ મટી જાય તો સંસારનો ત્યાગ કરી, દીક્ષા લઈ સાધુ થઈશ; આ ભવે ધર્મની આરાધના કરી લઈશ.” પુણ્યપ્રભાવના બળે કહો કે ભાવિના કોઈ ગર્ભિત હેતુને લીધે કહો, કેાઈ ગ્ય ઇલાજ હાથ લાગતાં દર્દ મટી ગયું. મિત્ર જેવા શ્રી દેવકરણજી સાથે પૂ. મુનિ મહારાજ શ્રી હરખચંદજી પાસે તેઓ માતાજીની સંમતિ લઈને દીક્ષિત થયા.
એક દિવસ ખંભાતમાં પૂ. લલ્લુજી મહારાજ દામોદરભાઈને પૂછતા હતા કે “ ભવસ્થિતિ પરિપકવ થયે મોક્ષ થતો હોય તે પછી સાધુપણું, કાયકલેશાદિ ક્રિયાઓ કરવાની શી જરૂર છે ?'' ત્યાં ઉપાશ્રયમાં અંબાલાલભાઈ આદિ બેત્રણ મુમુક્ષુઓ પણ છેડે
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૫૩
દૂર બેસી કંઈક વાંચતા હતા. તેમને મુનિશ્રી લલુજીએ કહ્યું, “ ઉપર વ્યાખ્યાનમાં જાઓ, નહિતર અહીં આવીને બેસે.’ તેઓ (અંબાલાલભાઈ) મુનિશ્રી લલ્લુજી પાસે ગયા. ઉપરનો પ્રશ્ન ચર્ચાતી વખતે કહ્યું કે, “ આવા પ્રશ્નો તો શું પણ અનેક આગમે જેને હસ્તામલકવત્ વતે છે આવા પુરુષ શ્રીમદુરાજચંદ્ર વિદ્યમાન છે. અમે તેમના પત્ર વાંચતા હતા. તેઓશ્રી અહીં* પધારવાના છે. તેમની પાસેથી સમાધાન મેળવવું ચોગ્ય છે.” આ વાત સાંભળીને તથા પત્રો વાંચીને મુનિશ્રી લલ્લુજીને શ્રીમદ્ કૃપાળુદેવનો સમાગમ કરવાની તીવ્ર ભાવના જાગી. તે પધારે ત્યારે ઉપાશ્રયમાં તેમને જરૂર તેડી લાવવાની શ્રી અંબાલાલભાઈને વિનંતી પણ કરી.
પૂર્વ ની શેાધના પ્રતાપે અને અધૂરી સાધના આરાધવા માટેની તીવ્ર ઇચ્છાના બળે સાચા પુરુષરૂપ ભગવાનનું માત્ર નામોચ્ચારણ થતાં જ તેમનું અંતર તેમના દર્શનને ઝંખી રહ્યું. સ. ૧૯૪૬ના ચોમાસામાં દિવાળીના દિવસોમાં શ્રી પરમકૃપાળુ દેવ ખંભાત પધાર્યા અને અંબાલાલભાઈ વગેરેના આગ્રહથી ઉપાશ્રયમાં પણ પધાર્યા. શ્રી હરખચંદજી મહારાજે શતાવધાનની વાત સાંભળેલી તે કરી બતાવવા વિનંતી કરી. તેમણે આવા પ્રયોગોને જાહેરમાં કરવાનો વિચાર માંડી વાળ્યા હતા, તોપણ સર્વના આગ્રહને લઈને તથા હિતકારણ ચિંતવી થોડા પ્રયોગો ઉપાશ્રયમાં કરી બતાવ્યા. પછી હરખચંદજી મહારાજ સાથે શાસ્ત્ર સંબંધી કેડી જ્ઞાનવાર્તા થઈ. તે ઉપરથી તેમણે સર્વની સમક્ષ કપાળુદેવનાં બહુ વખાણ કર્યા. એટલે પૂ. શ્રી લલ્લુજી મહારાજે તેમની પાસેથી શાસ્ત્રનો મમ સમજવા માટે ગુરુ પાસે આજ્ઞા માગી. તે તેમણે માન્ય કરી. મુનિશ્રીએ ઉપાશ્રયને મેડે પધારવા કૃપાળુ દેવને વિનંતી કરી. તેઓશ્રી ઉપર ગયા. તેમનો ગૃહસ્થવેશ અને પોતાનો મુનિવેશ હોવા છતાં પોતાને તેમનાથી લઘુ માની, શિષ્ય માની ત્રણ સાષ્ટાંગ નમસ્કાર કર્યા. પછી પ્રભુએ મુનિને પૂછયું, “તમારી શી ઈચ્છા છે ? ” મુનિએ વિનયપૂર્વક હાથ જોડી કહ્યું, ‘ સમક્તિ (આત્માની ઓળખાણ ) અને બ્રહ્મચર્યની દૃઢતાની મારી માગણી છે.’ કૃપાળુ દેવ થોડી વાર મૌન રહ્યા અને કહ્યું, “ઠીક છે.” એમ
Page #91
--------------------------------------------------------------------------
________________
૫૪ : : શ્રીમદ રાજચંદ્ર જન્મભુવન
wwwwwwwww
કહી નીચે ગયા. રસ્તામાં પૂ. અંબાલાલભાઈને જણાવ્યું કે ‘મુનિ પૂર્વના સંસ્કારી છે.'
જિજ્ઞાસુ – પ્રભુએ કહ્યું તે બરાબર લાગે છે. પિતે ત્યાગી હોવા છતાં ગૃહસ્થ વ્યવહારોપાધિ-વ્યાપારાદિમાં વર્તતા એવા પુરુષને યથાર્થ જ્ઞાની–ભગવાન–તરીકે ઓળખી લીધા એ કોઈ સામાન્ય મનુષ્યનું ગજું છે ? અરે! એટલું જ નહીં પણ પ્રભુની આજ્ઞામાં સરળપણે નિશદિન વતતા એ હકીકત તેઓની (મુનિશ્રીની) ઉચ્ચ સંસ્કારિતા, પુણ્યશીલતા અને પૂર્વની આરાધના સૂચવે છે. અન્ય લેકે ઉપર એમની અસર કેવી હતી ?
પૂ. બા – પરમકૃપાળુ દેવ પ્રત્યેની ભક્તિને કારણે સંપ્રદાય તરફથી તેમને ઘણું કષ્ટ સહેવું પડયું. તે બધું તેમણે નિષ્કષાયભાવે શાંતિથી સહી લીધું હતું. તેમના ભક્તિ–પ્રભાવથી ગુજરાતનાં અનેક ગામોમાં વસતા પાટીદાર સગ્રુહસ્થા આજે પરમકૃપાળુ દેવ પ્રત્યે પ્રેમભક્તિ અને શ્રદ્ધાવાળા થયા છે. પૂ. મુનિશ્રીના સત્સમાગમનો લાભ મળે તે માટે અગાસમાં ‘શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ”ની સ્થાપના કરવામાં આવી છે.
જિજ્ઞાસુ - બા, તમે સારો અનુભવ વર્ણ વ્યા, અને અમારો ઉલાસ વધાર્યો. ત્યારે હવે બા, એ પ્રભુના પ્રત્યક્ષ સત્સમાગમમાં આવેલા મુમુક્ષુભાઈ એનો અમને પરિચય કરાવાને? તેથી અમને સોનામાં સુગંધ ભળ્યા જેવું લાગશે. - પૂ. ખી-તમારી બધાની જિજ્ઞાસા છે તો તેને અ૫ પરિચય આપું : જુઓ, આ છબી શ્રી સૌભાગ્યભાઈની છે. પ્રભુ પ્રત્યે તેમની અનન્ય ભક્તિ અને અટલ શ્રદ્ધા હતી. પોતે ઉંમરમાં વયેવૃદ્ધ છતાં તેમનામાં જરા પણ અભિમાન નહોતું. પરમકૃપાળુ દેવ પ્રત્યે અત્યંત નમ્રતાથી, વિનયસહિત આજ્ઞાધીનપણે જ વર્તતા. નાનામાં નાની વાત હોય તો પણ તેઓ પ્રભુને જણાવ્યા સિવાય ન રહેતા. કોઈ પણ કાર્ય પ્રભુને પૂછયા વિના ન કરતા–પછી તે કાય વ્યાવહારિક હોય કે પારમાર્થિક. શ્રીમાન આનંદઘનજી મહારાજે ચૌદમા જિનના સ્તવનમાં ગાયું છે: “ ધાર તરવારની સોહલી; દેહલી ચૌદમા જિનતણી ચરણસેવા.” જ્ઞાનીની આજ્ઞાની
Page #92
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૫૫
www
ww
ધાર પર ચાલવુ' એ વિકટ હોવા છતાં ‘ આણાએ ધમ્મા આણુાએ તવ્વા’ એ એમનુ જીવનસૂત્ર બની ગયું હતુ, પરમકૃપાળુ દેવશ્રીએ તેમની આવી ઉત્તમેાત્તમ ચાગ્યતાને કારણે પેાતાનુ અંતર તેમની પાસે ખેાલ્યું છે. મની—રહસ્યની અનેક પારમાર્થિ ક વાતા કરી છે અને લખી છે. પ્રભુએ તેમને હૃદયરૂપ ગણ્યા છે. આજે આપણે વચનામૃતમાં તેમનાં પર લખાયેલાં વચનામૃતાનેા માટા સ’ગ્રહ જોઈ શકીશું. પરમકૃપાળુ દેવની અદ્ભુત આત્માનુભૂતિ, અગાધ જ્ઞાન વગેરે જે વિશાળ સાહિત્યરૂપે આપણને પ્રાપ્ત થયું છે તે પૂ. શ્રી સૌભાગ્યભાઈની સમુચિત જિજ્ઞાસા, પરમ દૈન્ય, સરળતા, આશ્રયભક્તિ અને તપશ્ચર્યાનું ફળ છે. તેમણે શાસ્ત્રીય, વ્યાવહારિક અને સામાજિક અનેક પ્રશ્નો પૂછી પ્રભુનું હૃદય ખાલાવ્યું છે. પેાતાની અવસ્થાને લીધે પ્રભુએ ગદ્યરૂપે લખેલા છ પદના પત્ર મુખપાઠે થઈ શકતા નહાતા જેથી પ્રભુને વિનંતી કરી કે “છ પદની પદ્યરૂપે રચના કરો તેા મને મુખપાઠ કરવામાં અને ચિંતન કરવામાં સુગમતા થાય.”
તેમની માગણીને ધ્યાનમાં લઈ પરમકૃપાળુ દેવે ‘શ્રી આત્મસિદ્ધિજી' જેવા અજોડ અને મહાન સિદ્ધાંતગ્રંથની રચના કરી. પ્રથમ તે ગ્રંથ ચાર મહાપુરુષોને આપવામાં આવ્યા. તે મહાપુરુષા છેઃ (૧) પૂ. સૌભાગ્યભાઈ (ર) પૂ. મુનિશ્રી (૩) અંબાલાલભાઈ અને (૪) પૂ. માણેકલાલભાઈ. જે ગ્રંથ વાંચવાવિચારવાથી અનેક કાયડા ઊકલી જાય અને મુમુક્ષુ જીવ સુગમણે માર્ગની આરાધના કરી શકે એવા આ ગ્રન્થ છે. તેનાથી સૌ મુમુક્ષુ જીવા ઉપર ઉપકાર થયા છે. પ્રભુએ પણ તેમને સૌને મુમુક્ષુજનના પરમખ ધવ' કહીને સંએધ્યા છે.
4
પૂ. શ્રી સૌભાગ્યભાઈ એ છેલ્લા શ્વાસેાશ્ર્વાસ પ ́ત એ જ સહેજાત્મસ્વરૂપનું ધ્યાન, રટણ રાખ્યું છે. ભક્તાત્મા મીરાખાઈ કહે છે તેમ ‘મારી લાગી લટક ગુરુ ચરનનકી’ જેવી એમની મનઃ સ્થિતિ હતી. તેમને માયા સ્વપ્ના જેવી લાગતી. કેાઈ વ્યક્તિ કે પદાર્થ એમને કદી આકષી શકતા નહી'. એમને મન એમના ભગવાન જ સર્વસ્વ હતા. એ જ જાણે એમનુ જીવન ખની ગયુ હતું. એમની નસેનસ અને રગેરગમાં ‘રાજ’ નામના જ રણકાર
Page #93
--------------------------------------------------------------------------
________________
w
૫૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwwwwwww હતા. તેમના દેહવિલય વખતે પૂ. શ્રી અંબાલાલભાઈ સેવામાં હાજર હતા. તેઓ પરમકૃપાળુ દેવ પ્રત્યે પત્ર લખતાં પૂ. શ્રી સૌભાગ્યભાઈની અંતિમ વખતની દશા સંબંધી જણાવે છે:
“ હે પ્રભુ ! બેહદ દિલગીર છું કે પ. પૂજ્ય પરમ સ્તુતિ કરવા યોગ્ય મહાન શ્રી સૌભાગ્યભાઈ સાહેબે પરમ સમાધિભાવે શુદ્ધ આત્માના ઉપગપૂર્વક આ ક્ષણિક દેહનો ત્યાગ કર્યો છે. એ પવિત્ર પુરુષની દુઃખ વેદનાની સમસ્થિતિ, આત્માનુભવ અને છેવટ સુધીના ‘શ્રી સહજામસ્વરૂપ’ એ એક જ ઉપચાગ જોઈને મને બહુ આનંદ થાય છે. તેમના ઉત્તમોત્તમ ગુણો અને મારા પ્રત્યેની કૃપા સ્મૃતિમાં આવ્યા કરે છે. જેઠ વદી ૧૦ ને ગુરુવારે સવારના દસ વાગ્યાથી શ્વાસ થયા. પિતે છેવટના વખતની અત્યંત પીડા ભેગવવા માંડી. દસ અને અડતાલીસ મિનિટે મારા મનમાં એમ થયુ’ કે ‘વધારે દુઃખની સ્થિતિમાં રખેને આપાગ ભૂલી ગયા હોય અથવા દુ:ખના લક્ષમાં ચડી ગયા હોય, તેથી સ્મરણ આપ્યું હોય તો ઠીક,’ એમ ધારી ધારસીભાઈની સલાહ લઈ મેં ‘ સહજાન્મસ્વરૂપ સ્વામી’ એવું એક બે વાર નામ લીધું એટલે પોતે બોલ્યા કે “ હા, મારુ એ જ લક્ષ છે.” એ રીતે પોતાના જીવનવૃત્તાંત દ્વારા મુમુક્ષતા, આજ્ઞાંકિતપણુ, પરમ લઘુત્વ આદિ ગુણાનું દર્શન કરાવી બોધપાઠ શીખવ્યા છે. તેવી જ દશ” મુમુક્ષતામાં આપણી પણ રુચિ અને પ્રયત્ન હા.” પૂ. શ્રી સૌભાગ્યભાઈના દેહવિલય પછી તેમના પુત્ર શ્રી ત્રંબકલાલભાઈને આશ્વાસન આપતાં પરમકૃપાળુ દેવ વૈરાગ્યબાધક પત્ર લખે છે. તેમાં દર્શાવે છે :| “ શ્રી સૌભાગે તેવા દેહને ત્યાગતા મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચય અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે એમાં સંશય નથી.....આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સૌભાગ જેવા વિરલ પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે.
શ્રી સૌભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારિતાદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે.” (વ. ૭૮૨. )
એ પદાર્થ સબંધી નિશ્ચય આપણને પ્રાપ્ત થાઓ !
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : પ૭
પૂ. બા (આગળ ચાલીને)-‘આ છે અમદાવાદનિવાસી પરમ ભક્ત શ્રી જૂઠાભાઈ ઉજમસી. પરમકૃપાળુ દેવ જ્યારે ‘શ્રી મોક્ષમાળા' છપાવવા માટે અમદાવાદ પધાર્યા હતા, ત્યારે તેમને પ્રથમ સમાગમ થયો. દર્શન થતાં જ તેમના અંતરમાં ભગવત્ સ્વરૂપની છાપ પડી. પોતે ધર્મપ્રેમી હોઈ જેન સ્થાનકવાસી સમાજના અગ્રેસર હતા. સાધુ મુનિરાજેનો પણ પરિચય ખરો. તેમાં આ પ્રભુ મળ્યા પછી તેમનું અંતર બીજે કયાંય ઠરે ખરું ? શ્રીમાનું મહામહોપાધ્યાય યશોવિજયજીએ ગાયું છે કે :‘અજિત જિણ'દશું પ્રીતડી, મુજ ન ગમે હો બીજાને સંગ કે; માલતી ફૂલે મોહિયે, કિમ બેસે હે બાવળ તરુ ભંગ કે...”
સંસારમાં સુખનું એક સાધન ગણાતી એવી લમી, વિપુલ વૈભવની પ્રાપ્તિ છતાં તેમનું હૃદય સાંસારિક વિલાસેથી અલિપ્ત હતું. માયાના એ પ્રસંગમાં તેમનું ચિત્ત ઉદાસીન ભાવથી રંગાયેલુ જ રહેતુ'. પરમકૃપાળુ દેવશ્રીએ પોતે જ તેમના અંતરવૈરાગ્યની, સમ્યફદશાની પોતાના શ્રીમુખે પ્રશંસા કરી છે, તે સૌ મુમુક્ષુઓને સ્તવનીય છે, અનુકરણીય છે.
તેમના મુખ પર કેટલી સૌમ્યતા જણાય છે! દેખાય છે તો નાની ઉંમરના, પણ મુદ્રા પર કેવી ગંભીરતા નીતરે છે ! એ જ તેમના વૈરાગ્યની પ્રતીતિ કરાવે છે. તેમના દેહવિલય પછી એક વચનામૃતમાં પરમકૃપાળુ પ્રભુ કહે છે કે :
* મિથ્યા વાસના જેની બહુ ક્ષીણ થઈ હતી; વીતરાગનો પરમરાગી હતી; સંસારનો પરમ જુગુપ્સિત હતા; ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું; સમ્યમ્ભાવથી વેદનીય કમ દવાની જેની અદભુત સમતા હતી; મેહનીય કર્મનુ’ પ્રાબલ્ય જેના અંતરમાં બહુ શૂન્ય થયુ હતું; મુમુક્ષતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી....મોક્ષમાગને દે એવું સમ્યત્વ જેના અંતરમાં પ્રકાણ્યું હતું એવા પવિત્રાત્મા જૂઠાભાઈને નમસ્કાર હો ! નમસ્કાર હો !?
પૂ. બા. (આગળ ચાલતાં)- આ પુણ્યાત્માને ઓળખ્યા ? એ છે બાંધણી ગામના રહીશ શ્રી ગોવર્ધનદાસ કાળિદાસ પટેલ
Page #95
--------------------------------------------------------------------------
________________
૫૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwળ
(શ્રી બ્રહ્મચારીજી). ગ્રેજયુએટ થઈ દસેક વર્ષ તેઓ ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં સ્વયંસેવક તરીકે જોડાઈ આણંદના દા. ન. વિનયમંદિર’ના આચાર્ય પદ સુધી પહોંચ્યા. પરંતુ એમનું જીવન “ આત્મલક્ષી” હોઈ તેમને પોતાના આચારને આદર્શરૂપ બનાવવાની ઝંખના જાગી. જ્યાં સુધી તે સિદ્ધ ન થાય ત્યાં સુધી આચાય ગણાવું તેમને આત્મવંચનારૂપ લાગતુ. દિવાળીની રજાઓમાં તેઓ પોતાને ગામ બાંધણી આવ્યા. ત્યાં તેમના નેહી શ્રી ભગવાનભાઈ દ્વારા પરમકૃપાળુ દેવ તથા પૂ. મુનિશ્રી સંબંધી જાણવા મળ્યું, એટલે અગાસ આશ્રમમાં આવવાની ઉત્કંઠા જાગી. કાળી ચૌદસની વહેલી સવારે તેઓશ્રી ભગવાનભાઈની સાથે આશ્રમમાં આવ્યા. ત્યાં પરમકૃપાળુ દેવની છબીના દર્શનથી તેઓ ખૂબ આનંદ પામ્યા. પૂ. મુનિશ્રીના મુખેથી ‘મૂળમાગ'નું પદ સાંભળ્યું અને તેમનું અંતર પલટાઈ ગયું'. વર્ષોની ઝંખના ફળી જાણીને જોઈતું હતું તે મળી ગયું એવી સાત્ત્વિક તૃપ્તિ અનુભવી.-જાણે અંતરની તમન્ના સારરૂપ થવાની સુવર્ણ તક સાંપડી. “મૂળમાર્ગ ’નું પદ કેઈ ચમત્કારિક અનુભવ કરાવે છે. તે પદ સાંભળી ઘણા મુમુક્ષુઓની વૃત્તિ સ્વચ્છદ અને મતમતાંતરાદિના આગ્રહથી છૂટીને તે “મૂળમાગ’ આરાધવા જાગી ઊઠે છે. પરમકૃપાળુ પ્રભુનાં એ વચનો કેઈક ભાગ્યવંતનું પરિવર્તન કરી નાખે તેવાં અસરકારક નીવડે છે. e “ પૂવે ઘણાં શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સપુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે તે તીથ"કરના વચનને નમસ્કાર કરીએ છીએ.” (વ. ૪૩૬ ) ' આ રીતે પરમકૃપાળુ દેવના તેમને પ્રત્યક્ષ પરિચય નહોતો થયા, પરંતુ પૂ. મુનિના પરિચયથી પરમકૃપાળુ દેવ પ્રત્યે શ્રદ્ધા પ્રગટી હતી. ત્યારથી ‘બ્રહ્મચારી’ તરીકે અગાસ આશ્રમમાં રહીને પરમકૃપાળુ દેવની ભક્તિ, વચનામૃતનું વાચન તથા ચિંતન અને પૂ. મુનિશ્રીની સેવામાં જ જીવન ગાળ્યું છે. - પોતે પહેલી વાર વવાણિયા પધાર્યા ત્યારે તેમને ઉત્સાહ જ જુદો હતો.
Page #96
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ રાજચંદ્ર જન્મભુવન : : ૫૯
અંતર અતિ ઉલસે હો કે જન્મભૂમિ નીરખી; મુમુક્ષુ મનને હો કે કલ્યાણક સરખી.’
આ પદ શ્રી બ્રહ્મચારીજીએ પોતાના ભાવથી બનાવ્યું છે. કેવી રૂડી ભક્તિ અને અંતરના ઉમળકે તેમાં દેખાય છે ! પ્રતિષ્ઠા મહોત્સવ ઉપર પણ તેઓ ત્યાં પધાર્યા હતા અને મને સારી હિંમત તથા સાથ આપ્યાં હતાં. આજે આપણે ભણતરની સાથે નમ્રતા કેઈકમાં જ જઈશું. જ્યારે તેઓ ભારે વિદ્વાન છતાં નમ્ર પણ એટલા જ, એ સુમેળ એ એમનું સંસ્કાર-જ્ઞાન બતાવે છે. સંસ્કૃતની ઉક્તિ છે નમરિન સ્ટિતાઃ વૃક્ષા નમનિત ગુણીનો બનાઃ || એ સૂત્ર એમના જીવનમાં ચરિતાર્થ થયું હતું. - તેઓ આવા સાક્ષર, સાધનસંપન્ન અને સુખી કુટુંબના હોવા છતાં આત્મસેવા કહો કે માનવસેવા કહો—એવી સાચી સેવામાં ઘરબાર છોડીને, કુટુંબીજનોના નેહસબંધને જૂઠા માનીને, જીવન સંપૂર્ણ કરવા તૈયાર થાય અને સૌના સેવક થઈને રહેવાની ઉત્તમ ભાવના થાય તેમ જ તેને જ પોતાનું કર્તવ્ય સમજે અને એને સાકાર કરવા સતત, અત્યંત પુરુષાર્થ કરવામાં આનંદ માનનાર હોય એ જ દર્શાવે છે કે તેમના આત્માની કેવી દિવ્યતા હતી ! પરમાર્થમાં હિંમત અને દઢતાની પ્રથમ જરૂર રહે છે. એ વિના સપુરુષને માગ પ્રાપ્ત થા વિકટ છે.
મહાત્મા ગાંધીજી પૂ. બા (આગળ ચાલતાં)-આ ભારતના પ્રાણ રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજીની તસવીર છે. તેમની દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અપૂર્વ અને અજોડ હતાં. એમની એ રાષ્ટ્રસેવાના ફળરૂપે ભારતદેશ આજે સ્વાતંત્ર્ય ભગવે છે.
મહાત્માજી વિલાયતથી પાછા ફર્યા ત્યારે તેમને કૃપાળુ દેવને પ્રથમ પરિચય થયા. ત્યાર પછી પોતે ખ્રિસ્તી થવાના વિચારમાં હતા પણ ધમ સંબંધી પોતાના સત્તાવીસ પ્રશ્નોનું સમાધાન કૃપાળુદેવના પત્રથી થવાથી હિંદુ ધર્મમાં સ્થિર થયા તે
Page #97
--------------------------------------------------------------------------
________________
૬૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwww
ww
સુપ્રસિદ્ધ હકીકત છે. તેમનેા કૃપાળુદેવ સાથેના પરિચય મહાત્માજીના પેાતાના જ શબ્દોમાં જોઈ એ ઃ
:
“ રાયચંદભાઈની સાથે મારી એળખાણ સને ૧૮૯૧ના જુલાઈ માસમાં જે દિવસે હું વિલાયતથી પાછા ફરી સુબઈ પહોંચ્યા તે જ દિવસે થઈ .......મારા ઉતારા ર'ગૂનના પ્રખ્યાત ઝવેરી ડૉ. પ્રાણજીવનદાસ મહેતાને ત્યાં હતા. ડોકટરે જ પરિચય કરાવ્યા. ....કાઈ એ મને સૂચના કરી કે મારે કેટલાક શબ્દો રાયચંદભાઈ ને સભળાવવા ને તે તે શબ્દો ગમે તે ભાષાના હશે તાપણુ જે ક્રમમાં હુ. એલ્યા હાઈશ તે જ ક્રમમાં પાછા કહી જશે. મને આ સાંભળીને આશ્ચય થયુ. હું તેા જુવાનિયા, વિલાયતથી આવેલા, મારા ભાષાજ્ઞાનના ડાળ, અને વિલાયતના પવન ત્યારે કાંઈ આછેા ન હતા. વિલાયતથી આવ્યા એટલે ઊંચેથી ઊતર્યા. મેં મારુ` બધું જ્ઞાન ઠાલવ્યુ. જુદીજુદી ભાષાના શબ્દો પ્રથમ તે મે' લખી કાઢ્યા, કેમકે મને કત્ચાં ક્રમ યાદ રહેવાના હતા ? પછી તે શબ્દો હું વાંચી ગયા. તે જ ક્રમમાં રાયચંદભાઈ એ હળવેથી એક પછી એક બધા શબ્દો કહી દીધા. હું રાજી થયા, ચિકત થયા. કવિની સ્મરણશક્તિ વિષે મારા ઊંચા અભિપ્રાય અધાયા. વિલાયતનેા પવન હળવા પાડવા સારુ આ અનુભવ સરસ થયા ગણાય.
... મારી ઉપર ત્રણ પુરુષોએ ઊંડી છાપ પાડી છે. ટાલસ્ટૉય, રસ્કિન અને રાયચંદભાઈ. હિન્દુ ધમ માં મને શકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ હતા. સને ૧૮૯૩ની સાલમાં હું દક્ષિણ આફ્રિકાના કેટલાક ખ્રિસ્તી સજ્જનેાના ખાસ સબધમાં આવેલે. તેમનું જીવન સ્વચ્છ હતું. તે ધર્મ ચુસ્ત હતા. બીજા ધર્મવાળાને ખ્રિસ્તી થવા સમજાવવા એ એમનેા મુખ્ય વ્યવસાય હતા. જો કે તેમની સાથે મારા સબધ વ્યાવહારિક કાયને અગે જ થયેલા, તાપણ તેમણે મારા આત્માના કલ્યાણને અર્થે ચિંતા કરવા માંડી. મારું એક કવ્યુ હું સમજી શકયો. જ્યાં સુધી હું હિંદુ ધર્મનું રહસ્ય પૂરુ ન જાણી લઉં અને તેથી મારા આત્માને અસાય ન થાય, ત્યાં સુધી મારા જન્મનેા ધર્મ મારે ન જ તજવા જોઈએ. તેથી મે હિંદુ અને બીન્દ્ર
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૬૧
ww
“ધ પુસ્તકો વાંચવાં શરૂ કર્યા. ખ્રિસ્તી તથા ઇસ્લામ ધર્મોનાં પુસ્તક વાંચ્યાં. લ’ડનમાં થયેલા અંગ્રેજ મિત્રા સાથે પત્રવ્યવહાર ચલાવ્યા. તેમની આગળ મારી શકાએ મૂકી. તેમજ હિંદુસ્તાનમાં જેએ ઉપર મારી કાંઈ પણ આસ્થા હતી તેમની સાથે પત્રવ્યવહાર ચલાવ્યેા. તેમાં રાયચંદભાઈ મુખ્ય હતા. તેમની સાથે તે મારે સરસ સબ`ધ અ'ધાઈ ચૂકળ્યો હતા. તેમના પ્રત્યે માન હતું. તેથી તેમની મારફતે જે મળી શકે તે મેળવવા વિચાર કર્યા. તેનુ પરિણામ એ આવ્યું કે હું શાંતિ પામ્યા. હિંદુ ધર્માંમાં મને જે જોઈએ તે મળે એમ છે, એવા મનને વિશ્વાસ આવ્યેા. આ સ્થિતિને સારુ રાયચંદભાઈ જવાખદાર થયા. એટલે મારું માન તેમના પ્રત્યે કેટલું વધ્યું હાવું જોઈએ તેને ખ્યાલ વાંચનારને કઈક આવશે.
“જે વૈરાગ્ય એ (‘અપૂર્વ અવસર’ પદ્મની) કડીઓમાં ઝળહળી રહ્યો છે તે મે' તેમના એ વના ગાઢ પરિચયમાં ક્ષણેક્ષણે તેમનામાં જોયેલા.........ખાતાં, બેસતાં, સુતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તા હોય જ. કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને મેાહ થયા હોય એમ મે' નથી જોયું.
“હું તેમની રહેણીકરણી આદરપૂર્વક પણ ઝીણવટથી તપાસતા. ભાજનમાં જે મળે તેથી સતુષ્ટ રહેતા. પહેરવેશ સાદો પહેરણુ, અંગરખું', ખેસ, ગરભસૂતા ફેટા ને ધાતિયું. એ કઈ બહુ સાફ કે ઇસ્તરીબંધ રહેતાં એમ મને સ્મરણ નથી. તેમને મન ભેાંયે બેસવું અને ખુરસીએ બેસવું અને સરખા હતા. સામાન્ય રીતે પેાતાની દુકાનમાં તેએ ગાદીએ બેસતા.
“તેમની ચાલ ધીમી હતી. જોનાર સમજી શકે કે ચાલતા પણ તેએ વિચારમાં ગ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતા. અત્યંત તેજસ્વી, વિહ્વળતા જરાયે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી. ચહેરા ગેાળાકાર, હાડ પાતળા, નાક અણીદાર પણ નહીં, ચપટુ' પણ નહીં, શરીર એકવડુ, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંત મૂર્તિના હતા. તેમના કડમાં એટલું બધું મારું હતું કે તેમને સાંભળતાં માણસ થાકે નહીં. ચહેરા હસમુખા ને પ્રફુલ્લિત
Page #99
--------------------------------------------------------------------------
________________
૬૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwwww હતો. તેથી તેમના મુખ ઉપર અંતરાનંદની છાયા હતી. ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પોતાના વિચારો બતાવતાં કોઈ દિવસ શબ્દ ગીતો પડયો હોય એવું મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે તેમને ભાગ્યે જ શબ્દ બદલતાં મેં જોયા હશે; છતાં વાંચનારને એમ નહીં લાગે કે કયાંય વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના તૂટેલી છે અથવા શબ્દની પસંદગીમાં ખામી છે.
“ આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ન મળી શકે છે એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કઠણ છે. એ રાગરહિતદશા કવિને સ્વાભાવિક હતી. એવી છાપ મારી ઉપર પડી હતી. e “ઘણી વાર કહી ને લખી ગયો છું કે મેં ઘણાંનાં જીવનમાંથી ઘણું" લીધું છે. પણ કોઈના જીવનમાંથી મે સૌથી વધારે ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રી શ્રીમના જીવનમાંથી. દયાધમ પણ હું તેમના જીવનમાંથી શીખ્યો છું.... ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવો એ દયાધમ મને કવિશ્રીએ શીખવ્યો છે. એ ધર્મનું મેં કુંડાં ભરીને પાન કર્યું છે. | ‘તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંય કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય તેમ મેં નથી જોયું. તેમનાં લખાણોમાં “સત્ ” નીતરી રહ્યું છે એ મને હમેશાં ભાસ થતો આવ્યો છે. તેમણે પિતાનું જ્ઞાન બતાવવા સારુ એક અક્ષર પણ લખ્યા નથી. લખનારનો હેતુ વાંચનારને પોતાના આત્માનદમાં ભાગીદાર બનાવવાના હતા. જેને આમલેશ ટાળવે છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીમનાં લખાણોમાંથી બહું મળી રહેશે એવો મને વિશ્વાસ છે. પછી ભલે તે હિંદુ હો કે અન્યધમી.”
–“રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણા”માંથી.
Page #100
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૬૩
તેમણે (શ્રીમદે) ધંધાને ધર્મ સાથે વ્યવહારમાં સમન્વય કર્યો તેની મારી ઉપર ખાસ છાપ પડી. તેઓ ધર્મના સિદ્ધાંતના સતત અભ્યાસી હતા અને પોતાની માન્યતાઓ પ્રમાણે વર્તન કરવાનો પ્રયત્ન કરતા. તેઓ જૈનધમી હતા, છતાં બીજા ધર્મો તરફ તેમની સહિષ્ણુતા ઘણી જ હતી.
“આ પુરુષે ધાર્મિક બાબતમાં મારું હૃદય જીતી લીધું અને હજુ સુધી કોઈ પણ માણસે મારા હૃદય પર તે પ્રભાવ પાડયો નથી. મેં બીજે સ્થળે કહ્યું છે કે મારું આંતરિક જીવન ઘડવામાં કવિ સાથે રસ્કિન અને ટેલસ્ટયનો ફાળો છે પણ કવિની અસર મારી ઉપર ઊંડી પડી છે કારણ કે હું તેમના પ્રત્યક્ષ ગાઢ પરિચય અને સહવાસમાં આવ્યા હતા. ઘણી બાબતમાં કવિનો નિર્ણય, તુલના મારા અંતરાત્માને-મારી નૈતિક ભાવનાને-ખૂબ સમાધાનકારક થતાં..
કવિના સિદ્ધાંતનો મૂળ પાયે નિઃસંદેહ અહિંસા હતા. કવિની અહિંસાના ક્ષેત્રમાં ઝીણા જંતુથી માંડીને આખી મનુષ્યજાતિનો સમાવેશ થતો હતો.”
- મોડર્ન રીવ્યુ , જૂન, ૧૯૩૦ તેઓ ઘણી વાર કહેતા કે, “પાસથી કેાઈ બરછી ભાંકે તે સહી શકુ'; પણ જગતમાં જે જૂઠ, પાખડ, અત્યાચાર ચાલી રહ્યાં છે-ધમને નામે જે અધમ વતી રહ્યો છે તેની બરછી સહન થઈ શકતી નથી. મેં તેમને ઘણી વાર અત્યાચારોથી ઊકળી રહેલા જોયા છે. તેમને આખુ જગત પોતાના સગા જેવું હતું.”
–“દયાધમ ” શ્રીમની જયંતી પ્રસંગે [ સં'. ૧૯૭૮. કાર્તિકી પૂર્ણિ મા—અમદાવાદ ]
Page #101
--------------------------------------------------------------------------
________________
From
યાડા જેલ
પૂ. ગાંધીજીના યાડા જેલમાંથી આવેલા પત્ર
*******
તારીખ ૨૭–૩–’૩૩
સરનામુ :શ્રી ભોગીલાલ પોપટલાલ
ઘાંચીની પેાળ
Ahmedabad. B. B. & C. I. R.
ભાઈ ભોગીભાઈ
તમારા કાગળ મને મળ્યા હતા. હું જવાખ પણ આપી ચૂકયો હતા. પોપટભાઈ જીવતાં હુ. ખભાત ન જઈ શકયો તેનુ મને દુ:ખ રહ્યું હતું. તમે ઇચ્છે છે કે પરમશ્રુત ખાતર હું કઈક કરુ, પણ અહીથી શું થઈ શકે ?
મેાહનદાસના જય હિન્દ.
આવું અંતરદૃષ્ટિપૂર્ણાંક જ્ઞાનીનુ એળખાણ થવું, પરીક્ષા કરીને જ્ઞાનીનું અંતર સમજવુ, તેમની વીતરાગતાની પ્રતીતિ પામવી, તેમના પ્રત્યે બહુમાન–પ્રેમ થવા એ તેવી વીતરાગપણાની રુચિ, વૈરાગ્ય અને અંતઃકરણથી મુક્ત થવાની જિજ્ઞાસા વિના ન બને.
કૃપાળુદેવ જેવા પરમજ્ઞાની પુરુષના સમાગમમાં આવીને તેઓ વિચક્ષણ મધ્યસ્થ પ્રજ્ઞાવાન, સત્યના ખાજક હાઈ, શીઘ્રપણે સહેલાઈથી પરમ સત્યને સમજી શકયા. પેાતાના જીવનમાં શકથ પ્રયત્ને સત્યનું આચરણ કર્યુ.. મહાત્માજીનુ' તેવું દયામય, ક્ષમાશીલ, સર્વમાં ભ્રાતૃભાવ અને પ્રેમ-ઝરતુ' સંયમી જીવન તેમના સંતપણાને શાભાવે છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૬૫
www.
તેમની તેવી ઉરચ અધિકારિતા જાણીને કૃપાળુદેવે તેમના ર૭ પ્રશ્નોના અવિરોધ સર્વાગ ખુલાસા કર્યા છે તેમ જ બીજા પણ આય- આચાર વિચાર સર્વે થી સુંદર બોધ કર્યો છે તે સૌ મુમુક્ષુને મનનીય છે. | પૃ. બા (ભીત પરનું એક ચિત્ર બતાવીને)- આ ચિત્રપટ શ્રી કાનજી સ્વામીનું છે. શ્રીમદ્જી સંબંધી તેઓના અભિપ્રાય તથા ઉદ્દગારો નીચે પ્રમાણે છે :- “ જેણે પંચમકાળમાં સતધર્મની જાહેરાત કરી અને પોતે અનંત ભવને છેડે કાઢી એક જ ભવ બાકી રહે તેવી પવિત્ર દેશા આત્માને વિષે પ્રગટ કરી તેવા પવિત્ર પુરુષનું અતિ અતિ બહુમાન થવું જોઈ એ. ધન્ય છે તેમને. a “ચોક્કસ કહું છું કે ગુજરાત-કાઠિયાવાડમાં વર્તમાનકાળમાં મુમુક્ષુ જીવોને પરમ ઉપકારી હોય તો તે શ્રીમદ્ રાજચંદ્ર છે. ગુજરાતી ભાષામાં “આત્મસિદ્ધિ ” લખીને જૈનશાસ્ત્રની શોભા વધારી છે. આ કાળમાં તેમના જેવા મહતુ પુરુષ જોયા નથી. તેમના એકેક વચનમાં ઊંડું રહસ્ય છે.
| “ શ્રીમદ્દનું જીવન સમજવા માટે મતાગ્રહથી, દુરાગ્રહથી દૂર રહી એ પવિત્ર જીવનને મધ્યસ્થપણે જેવું જોઈએ. જ્ઞાનની વિશાળ દષ્ટિના ન્યાયથી વિચારવું જોઈએ. તેમની ભાષામાં અપૂર્વ ભાવ ભર્યા છે.'
- શ્રી કાનજી સ્વામી મોટા ભક્તસમુદાય સાથે શ્રી વવાણિયા તીર્થની યાત્રાએ બે વાર પધાર્યા છે. અને વખતે તેમણે ભક્તિઉલ્લાસ સહિત પ્રવચન આપ્યાં છે. બંને વખતે સંસ્થા તરફથી સવે યાત્રાળુઓને જમાડવામાં આવ્યા હતા, અને ખૂબ ઉ૯લાસ સૌએ વેદ્યો હતો.
પૂ. બા (એક છબી બતાવી )- આ વૃદ્ધ તેજસ્વી પુરુષ એક વખતના મોરબીના ન્યાયાધીશ હતા. તેમનું નામ ધારસીભાઈ કુશળચંદ. કૃપાળુદેવ ૧૪-૧૫ વર્ષની ઉંમરે મોરબી પધારેલા
શ્રી. ૫
Page #103
--------------------------------------------------------------------------
________________
૬૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
અને કામ પ્રસંગે ધારસીભાઈને ત્યાં જતા હતા. ધારસીભાઈ શાસ્ત્રના સારા જાણકાર અભ્યાસી હતા. એક વાર કૃપાળુદેવ તેમને ઘેર હતા. એક સ્થાનકવાસી મુનિ ત્યાં પધાર્યા. તેમણે ધારસીભાઈને કહ્યું, “ આજે રવિવાર છે એટલે કોર્ટમાં રજા હશે; માટે બપોરે તમે સ્થાનકમાં આવજો. ‘શ્રી ગાંગેય અણગાર’ના ભાંગા મને બરાબર સમજાતા નથી. આપણે બંને મળી વિચારીશું.” તે સાંભળી, ધારસીભાઈ તો જમીને બહાર ગયા. કૃપાળુદેવે એક કેરા કાગળ લઈ તેના મથાળે શીર્ષક લખ્યું:
ગાંગેય અણગારના ભાંગાનું અપૂવ રહસ્ય.’ આખુંય અણગીર ભણી જતાં પણ ન મળે એવું સુગમ શૈલીમાં તેનું સમાધાન લખી એક નાની ચોપડીમાં તે કાગળ મૂકી પિતે ફરવા ચાલ્યા ગયા. એટલામાં ધારસીભાઈ બહારથી આવ્યા, ત્યારે બકરી ઘરમાં આવીને પેલી ચોપડી મેઢામાં લેતી હતી તે ધારસીભાઈ એ જોયું. બકરીને બહાર કાઢતાં તેના મુખમાંથી ચોપડી પડી ગઈ અને કૃપાળુદેવે લખેલો કાગળ છૂટો થઈ નીચે પડી ગયા. તે ધારસીભાઈ એ હાથમાં લીધો અને તેમાંનું લખાણ વાંચ્યું. તેઓ અત્યંત આશ્ચર્ય પામ્યા. તેમને કૃપાળુદેવ પ્રત્યે બહુમાન ઊપજયું અને તેમના પટાવાળાને કહ્યું : “ જલદી રાયચંદભાઈને બોલાવી લાવ.” તે બોલાવવા જાય છે ત્યાં રસ્તામાં જ કૃપાળુદેવ મળ્યા. તેઓશ્રી તો ગંભીરતાથી ચાલ્યા આવતા હતા. ઘરમાં પ્રવેશ કરતાં જ ધારસીભાઈ એ કૃપાળુદેવને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. ચરણમાં પડી અવિનયની ક્ષમા માગી. કૃપાળુદેવે તેમને ઊઠાડયા અને કોમળ વાણીમાં કહ્યું, ‘ધારસીભાઈ ! અનાદિકાળથી ‘હું જાણું છું', હું સમજુ છું: ” એ અભિમાન અને સ્વચ્છેદથી જ જીવે પરિભ્રમણ
- ત્યાર બાદ ધારસીભાઈ એ પોતાની ગાદી ઉપર પ્રભુને બેસાડવા. બે હાથ જોડી ગદ્ગદ્ સ્વરે બોલ્યા, ‘ પ્રભુ ! મે' પામરે આપને ન ઓળખ્યા. મારે આંગણે આવેલા ક૯૫વૃક્ષની સેવા ન કરતાં આપની પાસે સેવા કરાવી, તે મારા અપરાધ ક્ષમા કરો અને આપની જ સેવામાં જીવન પર્યત આ દાસને રાખે.” એમ કહી શ્રીમુખે “ ગાંગેય અણગાર’ના ભાંગાનું રહસ્ય સમજાવવા વિનંતી
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૬૭
wwwww
ww
www
કરી પ્રભુએ બે કલાક અપૂર્વ એધ આપી માનું ભાન કરાવ્યું. પ્રભુની વાણી સાંભળીને ધારસીભાઈએ ધન્યતાના સાત્ત્વિક ભાવ અનુભબ્યા.
ત્યારથી ધારસીભાઈ કૃપાળુદેવને તરણતારણ ગુરુસ્થાને માનતા, ભગવાન તરીકે જ ઉપાસતા. એમ સમય પસાર થવા લાગ્યા. પણ....
ઉપાસકની ખરી મહત્તા તેની કસેાટીમાં છે. એ સમય હવે નજીકમાં જ આવે છે. સુવર્ણની અગ્નિપરીક્ષા જેમ તેની શુદ્ધિ અર્થે થાય છે તેમ સાધકના જીવનમાં પણ એવા જ શુદ્ધિકરણના અમૂલ્ય યાગ આવે છે. તેમાં એ એના જ નાથની કૃપાને ખળે પાર ઊતરે છે.
એક દિવસના ખરા ખપેારની વેળાએ ઉનાળાના પ્રખર તાપ પડે છે. ધરતી પણ ખૂબ ધખેલી છે. કૃપાળુ દેવ અને ધારસીભાઈ અને દીવાનખાનામાં બેઠેલા છે. વાતચીત કરે છે ત્યાં કૃપાળુદેવે કહ્યું, “ધારસીભાઈ, ફરવા જઈશું?” ધારસીભાઈ કહે, “ જેવી આપની ઇચ્છા. ’’ એમ કહી તેમની ઇચ્છાને સમજી ધારસીભાઈ તૈયાર થયા. બંને ફરવા જાય છે. એમને મનમાં કાઈ વિકલ્પ નથી, તડકા હોવાથી ધારસીભાઈ હાથમાં છત્રી લઈ ચાલે છે.
મેરીની બજારમાં આવતાં કૃપાળુ દેવે કહ્યું, “ ધારસીભાઈ, જરા છત્રી ઉઘાડાને !” કૃપાળુ દેવના મુખમાંથી વચન નીકળતાં જ તેને આજ્ઞારૂપ સમજી ધારસીભાઈએ છત્રી ઉઘાડી અને પેાતાના મસ્તક પર જરા પણ ન રાખતાં ખરાખર પ્રભુના મસ્તક પર ધરી રાખી. ધર્મકથા કરતા કરતા સરિયામ રસ્તા ઉપર ચાલ્યા જાય છે. ૫૦-૫૫ વર્ષની પુખ્ત ઉંમરના અને ન્યાયાધીશ જેવી પદવીએ પહોંચેલા ધારસીભાઈ તે ૨૦-૨૫ વના દેખાતા પ્રભુને છત્રી ધરી રાખે એ જગત ષ્ટિએ ખરેખર આશ્ચર્યકારક લાગે, અજુગતું પણ લાગે અને હાસ્યાસ્પદ પણ જણાય. લાક એકબીજાની સામે જોઈ તે ટીકા કરવા લાગ્યાઃ ‘જોયુ, આ કલિયુગના પ્રભાવ! જૂની આંખે નવું જોવાનું. ધારસીભાઈની બુદ્ધિ અગડી ગઈ છે કે આ છેાકરાને ગુરુ માન્યા છે. આવા શાસ્ત્રના જાણકારને આ શું સૂઝયું ? ” સૌ એની દયા ખાવા લાગ્યા.
Page #105
--------------------------------------------------------------------------
________________
૬૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
અજ્ઞાની જીવથી સહન ન થાય એટલે ટીકા કરવા લાગે. એ બધાની ઉપેક્ષા કરી ધારસીભાઈ તો કોઈ લોકોની સામે જોતાય નથી. જગત શું કહેશે એમાં એમનું લક્ષ પણ નથી. એમના આત્મામાં એ પ્રભુ માટે છલછલ પ્રેમ છે. એમની આજ્ઞા ઉપાસવામાં તથા એને સર્વાર્પણ કરવામાં જ એમને હર્ષ થાય છે. જગતના જી એને કયાંથી સમજે ?
રામબાણ વાગ્યાં હોય તે જાણે, ઓલ્યા મૂરખ તે કેમ જાણે ? ” મુમુક્ષુને કેવી લય લાગવી જોઈ એ તેનું પ્રભુએ જ દિગ્દર્શન કરાવ્યું છે:
“જેને લાગી છે તેને જ લાગી છે, તે જ “પિયુ પિયુ ” પોકારે છે, તેના જ ચરણ સં'ગથી લાગે છે અને લાગે છે ત્યારે જ છૂટકે હોય છે. એ વિના બીજો કોઈ સુગમ મેક્ષમાગ છે જ નહીં'.” | ગામ બહાર નીકળતાં કૃપાળુ દેવે કહ્યું, ‘ધારસીભાઈ, હવે છત્રી બંધ કરો.’ ધારસીભાઈ કહે. “ સાહેબ, ગામ બહાર તો વધારે તડકો લાગે. આપ શા માટે ના પાડી છે ? ભલે ઉઘાડી રહી.'
ભીષણ નરય ગઈ એ તિરિય ગઈ એ કુદેવમણુ ગઈ એ.
પત્તાસિ તિવ્વદુ:ખ' ભાવહિ જિણ–ભાવણા જીવે.” કાષાયનો તાપ આત્મામાંથી જ જોઈએ.
“આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે.’ જ્ઞાનીએ જે એ સંસારના તાપથી મુક્ત થયા છે તેને જગતના જીવને દુઃખી દેખીને પરમ કરુણા આવે છે. તેઓ દુ:ખમાંથી મુક્ત કરવાના ઉપદેશ આપે છે. ત્યાર પછી કુપાળ દેવ શ્રી નવલચંદભાઈને ત્યાં પધાર્યા હતા અને બધા મુમુક્ષુ ભાઈ એની વચ્ચે ધારસીભાઈની દૃઢતાની પ્રશંસા કરી હતી. આવી ભક્તિ અને આવા ભક્તો ખરેખર ધન્યવાદને પાત્ર છે. a જિજ્ઞાસુ-“સત્સમાગમના પ્રતાપ કેઈ અલૌકિક છે. સત્સંગમાં સપુરુષનાં ચરિત્રો સાંભળવા મળે, પોતાના દોષનું
Page #106
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ રાજચંદ્ર જન્મભુવન : : ૬૯
ભાન થાય, કતવ્ય સમજાય, ભગવાનને ઓળખી શકાય અને સંસારની અનિત્યતાની પ્રતીતિ થાય, બા ! જાણે એમ થાય છે કે નિરંતર આપના સત્સંગમાં રહીએ.” - પૂ. બહેનશ્રીની ભક્તિ વિશેષ અદ્દભુત કામ તો એ કયું છે કે તેમાં આપણને પ્રભુનાં સ્મરણચિહ્નોનું–જેવાં કે પ્રભુએ ઉપયોગમાં લીધેલાં વસ્ત્રો તેમ જ પદાર્થો વગેરેનું-સારું સંગ્રહસ્થાન જોવા મળે છે. પૂરા પ્રેમથી પૂ. બહેનશ્રી પતે તે સંગ્રહસ્થાનનું યાત્રિકને દર્શન કરાવીને તે વિશેની સમજૂતી આપી તેનામાં ભક્તિરસ ઉત્પન્ન કરે છે.
પ્રભુના પ્રત્યક્ષ સમાગમમાં આવેલા મુમુક્ષુ ભાઈ એ તેઓશ્રી પ્રત્યે પત્રો લખી જે જે ભક્તિસ્ત્રોત વહેવરાવ્યો છે તેવા અપાર ભક્તિદશક પત્રોનો સંગ્રહ એકત્રિત કરીને વ્યવસ્થિત રીતે રાખવામાં આવ્યો છે. તેમાં મુમુક્ષુઓના મનમાં ઊઠેલા અનેક પ્રશ્નો અને નમ્રતાપૂર્વક કરેલા આત્મદોષદર્શનના અહેવાલ પણ જોવા મળે છે. સાથેસાથ મુમુક્ષુઓને વાંચવામાં ઉપયોગી થાય એ હેતુએ તે પત્રોના ઉતારા કરી રાખેલી નોટોના પણ મોટો સંગ્રહ છે. a જિજ્ઞાસુ - “ બા ! આ છબી કોની છે ? તેની ઓળખાણ પાડો.”
પૂ. બા- “ આ છબી અમદાવાદનિવાસી પોપટલાલભાઈ મહેકમચંદની છે. તેઓશ્રી વડવાતીર્થના પ્રાણ હતા. પૂ. દેવશ્રીએ તેમને “મોક્ષમાર્ગનું વડું'' એવી ઉપમા આપી હતી.
ચાલે, હવે આપણે એમના જ પરિચય પ્રાપ્ત કરીએ.
Page #107
--------------------------------------------------------------------------
________________
“મોક્ષમાર્ગનું વડું ? પ. પૂ. ભાઈશ્રી પોપટલાલભાઈ
પરમ કૃપાળુ દેવશ્રીએ જેમને માટે ભવકૃપમાં ડૂબતા આત્માને ખેંચીને ઉપર લાવનાર દોરડાની ઉપમા આપી છે તેવા પૂ. પિપટલાલભાઈ પરમકૃપાળુ દેવના કૃપાપાત્ર અનેક મુમુક્ષુઓમાં એક ઉત્કૃષ્ટ અવસ્થા પ્રાપ્ત કરનાર, તેઓશ્રીના અનન્ય ભક્ત હતા. દેવશ્રીનું તેમને કાવિઠામાં દર્શન થયું. આમ તો તેમણે પૂ. દેવશ્રીને સં'. ૧૯૪૪માં અમદાવાદમાં જોયેલા. તે સમયે ભગુભાઈના વડામાં દેવશ્રીએ અષ્ટાવધાનનો પ્રયોગ કર્યો હતો. પણ તે પ્રસંગે પૂ. ભાઈશ્રીના હૃદયમાં શ્રીમદ્દ માટે કોઈ અસાધારણ ભક્તિભાવને ઉદ્રક થવા પામ્યો ન હતો.
તે તો બન્યું જ્યારે તેમણે પૂ. દેવશ્રીનાં ‘વચનામૃત’નું પાન કર્યું ત્યારે. ગોધાવીવાળા પૂ. શ્રી. વનમાળીભાઈ, કલોલના પૂ. શ્રી કુંવરજીભાઈ અને તેમનાં બહેન ઉગરીબહેનના પરિચયથી તેમણે આ “વચનામૃત”નો આસ્વાદ કર્યો. તેમ કરતાં જ આ લખનાર પુરુષ ‘સાચા ભગવાન–પરમ આપ્ત પુણ્ય છે” તેવી તેમને પ્રતીતિ થઈ. એ ભગવાનસ્વરૂપ પુરુષનાં દર્શનની અદમ્ય અભિલાષા પ્રગટી. પત્રવહેવાર કર્યો. આજ્ઞા મળી અને સં', ૧૯૫૪ની શ્રાવણ વદ બારશના રોજ શ્રી કાવિઠાક્ષેત્રે તેમણે શ્રી ભગવાનનાં દર્શન કર્યા'.
એ પ્રથમ દર્શને જ તેમનામાં સમર્પણભાવ પ્રગટવો અને શ્રી ભગવાનને ચરણે તેમણે પોતાનું સમગ્ર જીવન સમપી દીધું. ત્યાંથી અમદાવાદ તરફ જતી વેળાએ ત્યાં એકત્રિત થયેલા મુમુક્ષુઓ પ્રત્યે પૂ. દેવશ્રીએ કહ્યું : “મેક્ષમાગમાં આ પોપટભાઈ તમારે વડું' (દોરડું') છે.’’ પૂ. દેવશ્રીના આ શબ્દો પૂ. ભાઈશ્રીની ઉચ્ચ આમિક સ્થિતિના સૂચક છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૭૧
બન્યું પણ એમ જ. સમર્પણની એ ક્ષણ પછી પૂ. ભાઈશ્રીએ પોતાના સમગ્ર કાળ સ્વાધ્યાય, સત્સંગ અને પરમકૃપાળુ દેવશ્રીના ચરિત્રચિંતન અને ભક્તિમાં વ્યતીત કર્યો છે. તેઓશ્રીની વિદાય પછી તેમણે પોતાનું શેષ રહેલું સમગ્ર જીવન ખંભાત પાસે નિવૃત્તિક્ષેત્રે તીર્થધામ વડવામાં તેઓશ્રીની અનન્ય ભક્તિમાં જ ગાળ્યું છે.
પોતાના આવા ઉત્કટ ભક્તિભાવભર્યા ઉચ્ચ ચારિત્ર્યબળ વડે પૂ. ભાઈશ્રી તેમના સમાગમમાં અનેક જિજ્ઞાસુઓને પરમકૃપાળુ દેવશ્રીની ભગવસ્વરૂપની પ્રતીતિ કરાવી શકયા છે. તેમણે અનેકને શ્રીમની વીતરાગાવસ્થાનો પરિચય કરાવીને તેમની વ્યવહારશુદ્ધિની. સાર્થકતા સમજાવી છે. તેમના ઉપદિષ્ટ સનમાર્ગ પ્રતિ વાળ્યા છે. તેમની વહેવારકુશળતા, વિશુદ્ધ ક્ષયોપશમ અને પરમકૃપાળુ દેવશ્રી પ્રત્યેની નિષ્કામ એકનિષ્ઠ ભક્તિ અને ત્યાગભાવના તેમના સમાગમમાં આવનાર અનેક મુમુક્ષુઓને પ્રેરણારૂપ બની છે.
ભગવત્ કૃપાના સ્પર્શ વડે આવું' જીવને સાચે જ ધન્ય બની
Page #109
--------------------------------------------------------------------------
________________
મનસુખભાઈ કીરતચંદ
મહેતા
મનસુખભાઈ કીરતચંદ મહેતા મોરબીના મહેતા કુટુંબના બી. એ. ની પદવીની ઉચ્ચ કેળવણી પામેલા ઉત્સાહી યુવક હતા. તેઓ મહાન વિચારક હતા. શ્રીમદ્દના અ૯૫ કાળના પરિચયથી જ તેમની ઉપર તેમની અપૂર્વ છાપ પડી હતી. પરમકૃપાળુ દેવ સંબંધમાં પિતાના વિચારો વ્યક્ત કરતાં તેઓ એમ કહેતા હતા કે : “શ્રીમદ્ આ યુગના જ્યોતિર્ધર છે. મહાન જ્ઞાની અને પ્રભાવિક છે. ગમે તે માણસના મનમાં ઊઠતા ગહનમાં ગહન પ્રશ્નોના પણ સરલતા અને સુગમતાથી સચોટ ઉત્તર આપી દે છે.”
વળી આગળ તેમણે કહ્યું છે : “ અપૂર્વ અને અતિશય જ્ઞાની હતા છતાં ‘હું જાણુ છુ ? તેવું તેમનામાં અભિમાન ન હતું. નાની વયમાં જ મુંબઈમાં શતાવધાન કરીને મુંબઈની વિદ્વાનમંડળીને છક બનાવી દીધી હતી. જ્યોતિષશાસ્ત્રના અસાધારણ વિદ્વાન હતા. ઝવેરાતના સૂક્ષમ નિરીક્ષક હતા. શીઘ્રકવિ એવા હતા કે તુચ્છમાં તુચ્છ વિષય ઉપર મહાન વૈરાગ્ય અને અપૂર્વ તત્ત્વજ્ઞાનનો ભાવ લાવી શકતા હતા. તેઓ જન્મયોગી, આરાધક અને ઉચ્ચ સંસ્કારી હતા. હું તેમના સંગમાં અનેક વખત આવ્યા છું. તેઓશ્રી આ યુગના અસાધારણ અને અદ્વિતીય જ્ઞાની હતા.”
Page #110
--------------------------------------------------------------------------
________________
e -
આજ્ઞાંકિત “ રાજસેવક ?
પ. શ્રી, અંબાલાલભાઈ
પરમ જ્ઞાની પુરુષના સમાગમમાં આવવું, એમનું પ્રત્યક્ષ પરમાત્મસ્વરૂપે ઓળખાણ થવું અને તે પરમપુરુષની સેવામાં (નિશ્રામાં આશ્રયમાં) આજ્ઞાંકિતપણે જીવન સમર્પણ કરીને રહેવું એ ખરેખર એક અનુપમ લહાવો છે. અનંત ભવ નાશ કરાવીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરાવનાર અદભુત સ ગ છે. એ જ પરમયોગ, આપણે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવના અને પરમ ઉપકારી પ્રજ્ઞાવત પૂ. શ્રી. અંબાલાલભાઈના સંબંધમાં જોઈ શકીએ છીએ. એ આપણું પણ મહદ્દ ભાગ્ય છે કે પૂજ્ય શ્રી. અંબાલાલભાઈના પવિત્ર જીવનથી પરમ પુરુષની દાસાનુદાસભાવે આજ્ઞાંકિત ભક્તિ કેવી હોઈ શકે એનું આપણને યથાર્થ શિક્ષણ મળી શકે તેમ છે અને એ જ એમના ઉપકારનું જીવંત અને માર્ગદર્શક પાસું છે. - પૂ. શ્રી. અંબાલાલભાઈ, સ્થાનકવાસી સંઘના સંઘવી લાલચંદ વકીલના દત્તક પુત્ર હતા. તેઓ તેમના મિત્ર શ્રી છોટાલાલભાઈ તથા શ્રી ત્રિભોવનભાઈ સાથે અમદાવાદ લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યાં તેમને પૂ. શ્રી જૂઠાભાઈ ઉજમશીભાઈનો સમાગમ થયો. તેમના સંગે શ્રીમદ રાજચંદ્રજી આત્મજ્ઞાની પુરુષ છે અને તેમના બોધથી કલ્યાણ થાય તેમ છે એમ સમજાયું. શ્રી જૂઠાભાઈ એ પરમકૃપાળુ દેવે લખેલા પત્રો તેમને બતાવ્યા અને આજ્ઞા મેળવીને સત્સમાગમ અર્થે જવાની સલાહ આપી. આ વાત લક્ષમાં રાખી તેમણે શ્રીમદ્જીની આજ્ઞા મેળવવા માટે પત્રવ્યવહાર શરૂ કર્યો. કેટલાક પત્રવ્યવહાર થયો ત્યાર પછી તેમને મુંબઈ આવવાની આજ્ઞા મળી. ત્યાં તેમને પ્રથમ દર્શન થયાં અને સત્સમાગમન
Page #111
--------------------------------------------------------------------------
________________
૭૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
અપૂર્વ લાભ મળ્યો. તેમણે શ્રીમદ્જીને ખંભાત પધારવા વિનંતી કરી અને તે અનુસાર સં'. ૧૯૪૬ના આસો વદ ૧૩ના શુભ દિને પાંચ દિવસ માટે પરમકૃપાળુ દેવ પ્રથમ ખંભાત પધાર્યા અને પૂજ્ય શ્રી અંબાલાલભાઈના ઘરે સ્થિતિ કરી. ત્યાર પછી તેઓ વચ્ચે વિશેષ પત્રવ્યવહાર શરૂ થયો અને ગાઢ પરિચય વધતો ગયો. એ ઉપકારક, માગદશક પત્રવ્યવહાર આપણે “ શ્રીમદ્ રાજચંદ્ર” મહાગ્રંથમાં જોઈ શકીએ છીએ. | સં'. ૧૯૫રના આસો વદ ૧ ને ગુરુવારના દિવસે નડિયાદ મુકામે સંધ્યા સમયે પરમકૃપાળુદેવ ફરીને પધાર્યા અને આત્મસિદ્ધિ ” ગ્રંથ લખવે શરૂ કર્યો. સતત ધારાવાહી રીતે ૧૪ર ગાથાઓ તેઓશ્રીએ દોઢ કલાકમાં પૂરેપૂરી લખી નાખી. એ સમય દરમ્યાન પૂ. શ્રી. અબાલાલભાઈ દીવડીની પેઠે ફાનસ ધરીને એકાગ્ર ચિત્તે ઊભા રહ્યા, અને આજ્ઞાવતાર પરમ પુરુષની લેખિનીમાંથી પ્રવાહ રૂપે પ્રગટતા આ ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ના જ્ઞાનપ્રવાહના એ ચિરંજીવ શાસ્ત્રાવતારના પુણ્ય પ્રાગટયને આત્મભાવે નિહાળી રહ્યા.
આ “આત્મસિદ્ધિ’ની ચાર નકલ કરવામાં આવી. પરમકૃપાળુ દેવે જ્યાં જ્યાં પત્રો લખ્યા હોય ત્યાંથી મેળવીને તેની નકલ તેઓશ્રી કરતા અને જેઓને મેકલવાનું શ્રીમદ્જી લખી જણાવે તેમને મોકલાવી આપતા.
તે સિવાય માગધી, સંસ્કૃત વગેરે જે કાંઈ ઉતારા કરવા શ્રીમદ્જી જણાવતા તે પ્રમાણે તેની નકલો અત્યંત કાળજીથી ઉત્સાહપૂર્વક ઉતારે કરી યોગ્ય મુમુક્ષુ ભાઈ અને સૂચના પ્રમાણે વાંચવા એકલતા. એક સમયે પરમકૃપાળુ દેવશ્રીએ દર્શાવ્યું હતું કે “ અમે ત્રણ ચાર કલાક બંધ કર્યો હોય તે બીજે કે ત્રીજે દિવસે લખી લાવવાનું કહીએ તો તે સંપૂર્ણ અને અમારા શબ્દોમાં લખી લાવતા.” આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે તેઓશ્રી કેટલા ભક્તિવાન, સત્સ'ગનિષ્ઠ, એકાગ્રચિત્ત અને આજ્ઞાધારક હતા. એમના મહાન ગુણે ખરેખર વંદનીય છે. આ રીતે પરમકૃપાળુ દેવ સાથેના લગભગ દસ વર્ષના શિષ્યભાવરૂપ પરિચયે અને સંસ્કારખળે તેઓશ્રીમાં આપણે એક “ આત્મલક્ષી ” –આજ્ઞાંકિત
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૫
ભક્તાત્માનાં દર્શન કરી શકીએ છીએ. પરમકૃપાળુ દેવે જ્યારે ચરોતર પ્રદેશે વડવા ઇત્યાદિ સ્થળે સ્થિતિ કરેલી તે વખતે મુમુક્ષુ ભાઈઓને જે બેધ કરેલો તે ઉપદેશ છાયા અને વ્યાખ્યાનસાર રૂપે શ્રી અંબાલાલભાઈ એ ઝીલી લીધેલ અને પાછળથી તે પરમકૃપાળુ દેવને વંચાવતાં તે બરાબર હોવાનું જણાવ્યું હતું એ તેમની અદ્દભુત સમરણશક્તિ તેમ જ શ્રી પરમકૃપાળુ દેવ પ્રત્યેની ભક્તિને આભારી છે. એ “શ્રીમદ રાજચંદ્ર ” ગ્રંથમાં છપાયેલ છે.
સં'. ૧૯૫૭ ના ચૈત્ર વદ પાંચમે પરમકૃપાળુ દેવના દેહોત્સર્ગના દારુણ સમાચારે તેમના અંતરપ્રદેશને કેટલો કઠોર આઘાત લાગ્યા હશે તે તેમના ભક્તહૃદયમાંથી શેકપ્રવાહરૂપે નીકળેલા તેમના વિલાપધ્વનિ પરથી આપણે કંઈક અંશે રેગ્યતા પ્રમાણે સમજી શકીએ છીએ. તેઓશ્રી એક વિલાપપત્રમાં ઝૂરણ વ્યક્ત કરતાં દર્શાવે છે : - “વિશાળ અરણ્યને વિષે અતિ સુંદર અને શાંતિ આપનારું એવું એક જ વૃક્ષ હાય, તે વૃક્ષમાં નિઃશંકતાથી શાંતપણે કોમળપણે સુખાનંદમાં પક્ષીગણ મલકતાં હોય, તે વૃક્ષ એકાએક દાવાગ્નિથી પ્રજવલિત થયું હોય તે વખતે તે વૃક્ષથી આનંદ પામનારાં પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય કે જેને ક્ષણ એક પણ શાંતિ ન હોય ! આહાહા ! તે વખતના દુ:ખનું મોટા કવીશ્વરો પણ વર્ણન કરવાને અસમર્થ છે, તેવું જ અપાર દુઃખ અઘોર અટવીને વિષે આ પામર જીવોને થાય છે. વળી “ હે પ્રભુ! તમે કયાં ગયા ? ” એવા કરુણ ઉદ્દગારો નીકળી જાય છે. | “ હે ભારત ભૂમિ ! શું આવા દેહ છતાં વિદેહપણે વિચરતા પ્રભુનો ભાર તારાથી વહન ન થયે ? જો તેમ જ હોય તો આ પામરના જ ભાર તારે હળવા કરી હતી ? નાહક તે તારી પૃથ્વી ઉપર તેને બારૂપ કરી રાખ્યા...હે મહાવિકરાળ કાળ ! તને જરા પણ દયા ન આવી ? છપ્પનિયાના મહાદુષ્કાળ વખતે લાખો મનુષ્યનો તે ભાગ લીધો. તોપણ તું તૃપ્ત થયા નહીં; અને તેથી પણ તારી તૃપ્તિ નહોતી થઈ તો આ દેહને જ પ્રથમ ભક્ષ તારે કર હતો, આવા પરમ શાંત પ્રભુને તે જન્માંતરના
Page #113
--------------------------------------------------------------------------
________________
૭૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
વિચાગ કરાવ્યો ! તારી નિદયતા અને કઠોરતા મારા પ્રત્યે વાપરવી હતી ! શું તું હસમુખો થઈ મારા સામું જુએ છે ? હે શાસનદેવી ! તમારું પરિબળ આ વખતે કાળના મુખ આગળ કયાં ગયુ ? તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર તરીકે સાધનભૂત એવા પ્રભુ હતા, જેને તમે ત્રિકરણ ચાગે નમસ્કાર કરી સેવામાં હાજર રહેતા તે આ વખતે ક્યાં સુખમાં નિમગ્ન થઈ ગયા ? કે આ મહાકાળે શું કરવા માંડયું છે તેના વિચાર જ ન કર્યો ?
“ હે પ્રભુ ! તમારા વિના કોની પાસે અમે ફરિયાદ કરીશુ ? તમે જ જ્યારે નિર્દયતા વાપરી ત્યાં હવે બીજો દયાળુ થાય જ કોણ ? હે પ્રભુ ! તમારી પરમકૃપાળુ, અનંત દયા, કરુણામય હૃદય, કોમળ વાણી, ચિત્તહરણ શક્તિ, વૈરાગ્યની તીવ્રતા, બાધબીજનું અપૂર્વ પર્ણ', પરમાથલીલા, અપાર શાંતિ, નિષ્કારણ કરુણા, નિઃસ્વાથી બેધ, સત્સંગની અપૂર્વતા આદિ ઉત્તમોત્તમ ગુણોનું હું શું સમરણ કરુ ? વિદ્વાન કવિઓ અને રાજેન્દ્રદેવ આપના ગુણસ્તવન કરવાને અસમર્થ છે, તો આ કલમમાં અ૯૫ પણ સમર્થતા કયાંથી આવે ? આપના પરમેસ્કૃષ્ટ ગુણોનું મરણ થવાથી મારા શુદ્ધ અંતઃકરણથી ત્રિકરણાગે હું આપના પવિત્ર ચરણારવિંદમાં અભિવંદના કરું છું. આપનું યોગબળ અને આપે પ્રકાશિત કરેલાં વચનો અને આપેલું બાધબીજ મારું રક્ષણ કરો એ જ સદૈવ ઇરછુ છું. આપે સદૈવને માટે વિયાગની આ સમરણમાળા આપી તે હવે હે દેવ ! હુ વિસ્મૃત નહીં કરું. - ૬ ખેદ, ખેદ અને ખેદ; એ વિના બીજુ કંઈ સૂઝતું નથી. રાત્રીદિવસ રડીરડીને કાઢું છું; કાંઈ સૂઝ પડતી નથી, આ વિરહ-વેદના તો રામબાણ વાગ્યાં હોય તે જ જાણે તેવી છે. પરમ પ્રેમે નમસ્કાર હો એ પરમ ભક્તને અને એ ભગવાનને....
- ૩. શાંતિઃ ....”
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી રૂક્ષ્મણીબહેન
અતિથિગ્રહ’
શ્રી રાજનગર નિવાસી શેઠશ્રી સોમાભાઈ હીરાચંદ ‘ શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડળ-શ્રી વડવા’ના પ્રાણસમાં પ. પૂ. ભાઈશ્રી પોપટલાલભાઈ મહાકમચંદભાઈના ઘણા નિકટના પરિચયમાં હતા. તેમ જ શ્રી વડવા તીર્થક્ષેત્રના ટ્રસ્ટી અને પાછળથી પેન પણ હતા. તેઓશ્રીને એક વખત યાત્રા નિમિત્તે શ્રી વવાણિયા તીથે થોડા સમુદાય સાથે પધારવાનું થયું હતું. ત્યારે પ્રસ્તુત આશ્રમસ્થાન તેમની દૃષ્ટિમાં આવ્યું. આ બંગલાની માલિકી બાબત પૂછપરછ કરતાં જણાયું કે તે મોરબી દરબારના કબજામાં છે.
બંગલો રાજભવનની નજીક હોવાથી તેને મંદિર અંગે ખરીદી લેવાનું પૂ. શેઠશ્રીને યોગ્ય લાગતાં તે નિશ્ચય કરીને તેઓ અમદાવાદ પધાર્યા. તેઓની ઉદારતા, વિચક્ષણતા અને કાયકુશળતા ખરેખર પ્રશસ્ય છે. અમદાવાદ જઈને તેમણે તરત જ પોતાના માણસને મોરબી મોકલ્યા અને સાથે જણાવ્યું કે,
કોઈ પણ કિંમતે ચોક્કસ કરીને જ આવો.” નામદાર ઠાકોરસાહેબને તે બંગલે વેચાણ લેવાની વાત કરતાં તેઓશ્રીએ તેની દસ હજારની કિંમત જણાવી. તારથી તે હકીકત જણાવતાં શેઠશ્રીએ વિના વિલબે ખરીદી લેવા જણાવ્યું. બંગલો શેઠશ્રીના સુપુત્ર શ્રી ચીનુભાઈના નામથી ખરીદાયો. - પૂ. પિતાશ્રીની આ બંગલો ખરીદવાની બાબતની શુભ ભાવના શ્રી ચીનુભાઇના જાણવામાં હતી. પૂ. શેઠશ્રીના અવસાન બાદ તેમના અને સુપુત્રો શ્રી જગાભાઈ તથા શ્રી ચીનુભાઈ એ ઉપરોક્ત સ્થાન (બંગલા) શ્રી રા. ભુ. ટ્રસ્ટને સુપરત કરી દીધું અને
Page #115
--------------------------------------------------------------------------
________________
૭૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
WAIIAN
wwwwww
પેાતાનાં માતુશ્રીનાં સ્મરણાર્થે શ્રી રૂકમણીબહેન અતિથિગૃહ એવું નામ આ ખંગલાને આપવામાં આવ્યું, તે કુટુબ પરિવારને અમે ટ્રસ્ટીએ સહૃદય આભાર માનીએ છીએ. અત્રે દર્શનાર્થે પધારતા સૌ અતિથિઓની પૂ. શેઠશ્રીની ભાવના અનુસાર ઘણી સારી સગવડ સચવાય છે. તેઓશ્રીની આવી દીર્ઘદૃષ્ટિ ખરેખર ધન્યવાદને પાત્ર છે. આવાં સુકૃત્ય કરનારાઓની કીતિ સદાય અમર તપતી રહે છે.
ર
✩
Page #116
--------------------------------------------------------------------------
Page #117
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાનપ્રકાશ મદિર
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાનપ્રકાશ
મંદિર
મોરબીમાં મારા મોસાળમાં સંવત ૧૯૪૬ના મહા સુદ્દે ખોરાના દિવસે ભાઈ છગનભાઈનો જન્મ થયો. ને તે જ દિવસે મુંબઈ રેવાશંકર જગજીવનની પેઢીની સ્થાપના થઈ હતી. તે પેઢીમાં પરમકૃપાળુ દેવ ભાગીદાર હતા. આ પેઢીની ભાગીદારીમાંથી પોતે સંવત ૧૯૫૬માં છૂટા થયા હતા. - મારાં માતુશ્રી (ઝબકબાઈ)ના ભાઈ એટલે મારા મામા ત્રંબકભાઈ પોપટલાલ મહેતા આ પેઢીમાં કામકાજ કરતા હતા. એક દિવસે પરમકૃપાળુ દેવે એમને કહ્યું : “ ત્રંબક, ચા બનાવી લાવ.” પેઢી પર ઘણા માણસો હોવા છતાં પોતાને પરમકૃપાળુ દેવે ચા બનાવવાની આજ્ઞા કરી તેથી તેમણે ઘણા ઉલ્લાસ અને ભક્તિભાવની લાગણી અનુભવી અને તે ભાવ જિંદગી પયત રહ્યો. જ્યારે પરમકૃપાળુ દેવ વઢવાણ કંપમાં (હાલના સુરેન્દ્રનગરમાં) હતા. ત્યારે ડૉ. પ્રાણજીવનદાસને રંગૂન મોકલ્યા હતા. મારા સસરા રણછોડદાસભાઈની સૂચનાથી તેમના ભાણેજ નાનાલાલ જસાણીને તથા મારા મામાને પણ પરમકૃપાળુ દેવે રંગૂન મોકલ્યા હતા. તેઓ રંગૂન ગયા પછી ધંધારોજગારમાં સુખી થયા હતા. મારા મામાની પ્રેરણાના બળે તેમનામાં વવાણિયામાં જ્ઞાનમંદિર બનાવવાની શુભેચ્છા પ્રગટી હતી.
શ્રી વવાણિયાની સ્મશાનભૂમિ પાસે જ્યાં પરમકૃપાળુ દેવશ્રીને સાત વર્ષની બાળવયમાં જ બાવળના ઝાડ પર અંતર વિચારમાં નિમગ્ન થતાં જ્ઞાનનું આવરણ ખસી ગયું હતું, અને જાતિ૨મરણ જ્ઞાન થયું હતું, એટલે કે પોતાના પૂર્વ ભવ જોયા હતા,
Page #119
--------------------------------------------------------------------------
________________
૮૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન wwwwwwwwwwwwww
તે બાવળના ઝાડને સ્થળે મામાશ્રી ત્રંબકલાલ પોપટલાલને અને મારાં મામી ઝબકબહેનને મારકરૂપે જ્ઞાનપ્રકાશ મંદિર બાંધવાની ભાવના થઈ. પણ તે ભાવના પૂરી થાય તે પહેલાં શ્રી નંબકભાઈનો સ્વર્ગવાસ થયો. ત્યાર પછી પૂ. ઝબકબહેન અને તેમના સુપુત્ર શ્રી રસિકભાઈ તથા પુત્રવધૂ અ. સી. નલિનીબહેને સારા ઉલ્લાસથી તે ભાવનાને સાકાર કરી તે સ્થળે ‘જ્ઞાનપ્રકાશ મંદિર’ તેમ જ સાથે એક નિવાસસ્થાન અને કૂવો બંધાવ્યાં છે. તે જિજ્ઞાસુઓને શાંતિ અને વૈરાગ્યનું ઉત્તમ નિમિત્ત સ્થાન બની રહ્યું છે.
દર કાર્તિક પૂર્ણિમાએ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવનથી રથયાત્રાને વરઘોડો નીકળી ત્યાં જાય છે. ભાઈબહેનોને માટે સમુદાય તેમાં ભાગ લે છે. પ્રભુના ગુણગાન, આરતી, તેમની ભક્તિ વગેરે કરી રથયાત્રા ત્યાંથી રાજ જન્મભુવનમાં પાછી આવે છે.
શ્રી નંબકલાલભાઈ, શ્રી રેવાશંકર જગજીવનભાઈના ભાઈ પોપટલાલ જગજીવનના પુત્ર એટલે મારા મામા થાય. તેમને પરમકૃપાળુ દેવ પ્રત્યે સારી શ્રદ્ધાભક્તિ હતી. તેઓની ‘જ્ઞાનપ્રકાશ મંદિર’ બાંધવાની ઉત્તમ ભાવના પ્રત્યે પરમ આદર આપોઆપ વ્યક્ત થઈ જાય છે. તેમની ભાવના અનુસાર મારાં મામીએ મંદિર બંધાવી ઉત્તમ પુણ્યલાભ સંપાદન કર્યો છે.
આવાં કુટુંબીજનો પ્રત્યે સ્વાભાવિક રીતે જ આદરયુક્ત ઊંડો ભાવ પ્રગટ થાય છે, અને આ પ્રકારનાં શુભ કાર્યો દ્વારા તેઓનું' સદાય આત્મશ્રેય સધાતું હોય છે અને તેમાંથી બીજાને પણ પ્રેરણા મળતી હોય છે.
Page #120
--------------------------------------------------------------------------
Page #121
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્દ રાજચંદ્ર અતિથિ વિશ્રાંતિગૃહ, વવાણિયા
Page #122
--------------------------------------------------------------------------
________________
*****..............................++
શ્રી. રૃ
શ્રીમદ્ રાજચંદ્ર અતિથિ-વિશ્રાંતિગૃહ
‘શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન ’ની સામે લગભગ વીસ વ પહેલાં વિશાળ પ્લોટ ખરીદેલા હતા. મારી ઇચ્છા તે પ્લોટમાં અતિથિગૃહ અને ભેાજનાલય અનાવવાની હતી. પણ આ કામ કાને સોંપવું તેને વિચાર થયા કરતા હતા. મારા જમાઈ શ્રી જયંતિલાલ મેાતીચંદ ગાંધી તથા મારા પુત્ર મનહરલાલે વિચાયુ” કે મેારીવાળા મુમુક્ષુભાઈ એ શ્રી કાન્તિલાલ પ્રેમચંદ શાહ તથા શ્રી જયંતિલાલ પ્રેમચંદ શાહને આ કામ સેાંપવાથી તેએ અને ઉત્સાહી ભાઈ એ નિસ્પૃહભાવે સરખું કામ કરશે. મારા બીજા પુત્ર પ્રફુલ્લભાઈ તથા સ્વ. બુદ્ધિધનભાઈનાં ધર્મપત્ની શ્રી સુધાબહેન તથા મારા જમાઈ ધીરજલાલ ગેાપાળજી શાહ વગેરે સહુને એ નિર્ણય ચેાગ્ય લાગતાં અને ભાઈ એને ઉપરનું કામ સંભાળી લેવા વિનંતી કરતા પત્ર લખ્યા. તેના જવાબમાં તેઓએ આ શુભ કાર્ય તેમને સોંપવા બદલ આભાર માનતા અને સારી રીતે કામ પાર પાડવાની ખંત બતાવતા પત્ર અમને લખ્યા. અને ભાઈ એની અગાધ ભક્તિ અને નિઃસ્પૃહ ભાવથી આ ‘અતિથિ વિશ્રાંતિગૃહ' તથા ‘ભાજનાલય’ આંધવાનુ કામ ઘણી સુંદર રીતે અને ટૂંકા ગાળામાં થવા પામ્યું છે. આવાં રૂડાં કાર્યો કરવામાં તેમની શક્તિ દિનપ્રતિદિન વૃદ્ધિ પામે એવી મારી પ્રભુ પ્રત્યે
'
પ્રાથના છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
સ્વ. મણિલાલ ત્રિભોવનદાસ શાહ ભોજનાલય ’,
વિવાણિયા
ડાં, સાહેબ નરોત્તમદાસ ચુનીલાલ કાપડિયાનાં બહેન શ્રી કમળાબહેન મણિલાલ શાહે પરમકૃપાળુ દેવમાં સારી આસ્થા ધરાવે છે. પૂ. ડો. સાહેબના સત્સમાગમથી તેમનામાં પ્રભુ પ્રત્યે ઘણી શ્રદ્ધા પ્રગટી છે અને એ પ્રભુભક્તિને કારણે તેમણે “ શ્રીમદ્ રાજચંદ્ર તત્ત્વ દીપિકા ” નામનું પુસ્તક છપાવીને પ્રથમ આવૃત્તિ મુમુક્ષુએને ભેટ આપી હતી તે પૂર્ણ થતાં બીજી આવૃત્તિ છપાવી પડતર કિંમત કરતાં ઘણી ઓછી કિંમતે વેચવાનું રાખ્યું છે. વવાણિયો ભૂમિમાં તેમના સ્વ. પતિ શ્રી મણિલાલ ત્રિભોવનદાસ શાહના સમરણાથે વિશાળ ભોજનાલય ઘણી મોટી રકમ ખચી" બંધાવી આપ્યું છે. આ રીતે કમળાબહેન મને દરેક ધાર્મિક કાર્યમાં આ તીર્થધામમાં હમેશાં સાથ આપી રહ્યાં છે. તેમની ભક્તિમાં સદા વૃદ્ધિ થાઓ એવી પરમકૃપાળુ દેવ પ્રત્યે અભ્યર્થના છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
સ્વ. મણિલાલ ત્રિભાવનદાસ શાહ ભોજનાલય
Page #125
--------------------------------------------------------------------------
Page #126
--------------------------------------------------------------------------
________________
વાતના વિસામા
પૂ. બાપુભાઈ
પરમ કૃપાળુ પ્રભુ પિતા તરીકે હતા છતાં મને નાનપણથી જ તેમનામાં કોઈ અલૌકિકતા લાગતી હતી. તેઓ જગતથી જાણે જુદા જ હોય તેમ લાગતું. મુમુક્ષુઓને માટે સમુદાય તેમના દર્શનાર્થે આવતો અને તેમની પાસે રહેતો. બધાંને પીરસવાનું કામ નાનપણથી મારુ જ રહેતું. તેઓશ્રીના દેહવિલય બાદ પણ ઘણુ મુમુક્ષભાઈ એ આવતા. તેઓ સૌને વિનય, વિવેક સાચવવા અને ખાનપાન વગેરેની સંભાળ રાખવાનું' મારા કાકાશ્રી મનસુખભાઈ એ મને સંપ્યું હતું. એ પ્રકારે અતિથિસત્કાર સંસ્કારો મારામાં પડયા હતા. તે ઉપકાર હજુ પણ ફરી ફરી મારી સ્મૃતિમાં આવ્યા કરે છે. સાસરે આવતાં તેવા જ સંસ્કારોને પોષણ મળતાં ઉત્સાહ વધ્યું અને તેની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જતી હતી. ત્યાર બાદ શ્રી વવાણિયા તીર્થની પ્રતિષ્ઠા થયા પછી ખભાતવાળા મણિભાઈ (બાપુભાઈ) ના સત્સમાગમ અવારનવાર રહેતા. તેમના પિતાશ્રીનું નામ શેઠ છોટાલાલ માણેકચંદ, ખંભાતમાં તેમને ત્યાં સંવત ૧૯૪રમાં અને ત્યાર પછી ૧૫રમાં પરમકૃપાળુ દેવ પધાર્યા હતા. તે વખતે પૂ. બાપુભાઈની ઉંમર દસ વર્ષની હતી. પણ પૂર્વના સંસ્કારે કોઈ અદ્દભુત કામ કર્યું. બાળવયના બાપુભાઈની આંખો એ પરમ પુરુષને ટગર ટગર નીરખ્યાં કરતી. અને તેમને જોતાં જ શ્રી પ્રભુના ભગવાન સ્વરૂપનું' દેશન થયું -દિવ્યતાનું બીજ રોપાયું. પરમકૃપાળુ દેવ તેમના તરણતારણહાર બન્યા. પૂ. અંબાલાલભાઈ અને બીજા મુમુક્ષભાઈ એના સત્સંગથી તે બીજ નવપલ્લવિત થયું. તેને પરિણામે સૌજન્યશીલતા, નમ્રતા, વિવેક, કૃતજ્ઞશીલતા આદિ ઉરચ
Page #127
--------------------------------------------------------------------------
________________
૮૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwwwww
wwwwwww
ગુણેારૂપી સુંદર પુછ્યા તેમનામાં ખીલી ઊડવાં. આ ગુણા તેમના પરિચયમાં આવનારને આકષી લેતા. કોઈના ઘેાડા પણ ઉપકાર સભારી તેનાં લાગણીભર્યા' ગુણગાન કરતા. પરમકૃપાળુ સહજાત્મસ્વરૂપનું રટણ હૃદયમાં સતત રાખતા. એમણે સર્વ જીવા પ્રત્યે દાસત્વભાવ જ વેદ્યો છે. કયારે પણ માનમરતએ વગેરેની સ્પૃહા તેમને સ્પશી શકી નહેાતી. કિચિત્ માત્ર પણ ગ્રહવું તે જ સુખનેા નાશ થાય છે,’ એ પરમકૃપાળુ દેવનુ' અપૂર્વ મેધવચન તેમના ચિત્તમાં રમ્યા કરતું. એથી જ સાંસારિક સુખનાં સાધન તેમને ગમતાં નહીં. પરિગ્રહાદિ પ્રસ`ગેામાંથી નિવૃત્ત થવાની ઝંખના તેમને હમેશાં રહ્યા કરતી. એ અર્થે પ્રભુ પ્રત્યે નમ્રભાવે પ્રાર્થના કરતા. એ તેમને સમ્યક્ દૃષ્ટિના સવેગ નામને ગુણ હતા. પ્રભુના માની પ્રભાવના થતાં તેઓ હર્ષ ઘેલા બની જતા. તેમના ઘરે જ્યાં પરમકૃપાળુ દેવ બિરાજ્યા હતા, તે સ્થાને તેમણે ‘રાજમુદ્રા’ પધરાવી છે. તેમનુ ઘર એથી એક તીર્થરૂપ બન્યું છે. અનેક મુમુક્ષુએ દર્શનાર્થે ત્યાં પધારતાં અને પધારે છે તેવે વખતે પૂ. બાપુભાઈનું અંતર નાચી ઊઠંતુ, અંતરમાં આનંદ ઉલ્લેસી રહેતા અને હેાંશથી પ્રભુનાં સ`સ્મરણા, તેમના ચારિત્રની કથાવાર્તા, પ્રેમભક્તિથી મુક્તક કે સભળાવી યાત્રિકાને રાજરસે તરખેળ કરી દેતા. આવનાર યાત્રાળુ પ્રત્યે તેમનેા આદર, વિનય અને વાત્સલ્યભાવ અનેાખા જ વ્યક્ત થતા. તેમની વાત્સલ્યપૂર્ણ પ્રસન્નષ્ટિ યાત્રિકના અંતરને હારતી. તેમના સત્સંગના લાભ પ્રસંગે પ્રસંગે મને મળ્યા કરતા. તેમના તરફથી પરમાથ પ્રેરક, પ્રભુ પરમકૃપાળુ દેવ ઉપર શુદ્ધ સન્માર્ગ માં દૃઢતા કરાવનાર સુસ્થિત કરાવનારા પત્રા પણ અવારનવાર આવતા. શ્રી સત્પુરુષના સત્સંગનુ` માહાત્મ્ય તેમાં જણાવતા. ફરી ફરી તેને જ મહિમા વર્ણવી તેનુ જ પાષણ આપતા. તેમની શ્રદ્ધાભક્તિ અનેરી છે એવી મારા આત્મામાં છાપ પડતી. વિશેષ તેા હું અલ્પજ્ઞ તેમના ઉપકારને શું કથી શકુ? પરંતુ આવા વિષમ કાળમાં વિવિધ તાપથી ખળતા સંસારમાં મુમુક્ષુ જીવાને પ્રભુના પ્રેમનું પાન કરાવી તેએ તેમની તૃષા છિપાવતા. એ એમના ગુણાને આદર ભાવપૂર્વક હું એમને વંદુ છું.
Page #128
--------------------------------------------------------------------------
________________
, શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૮૫
વિશેષમાં શ્રી પ્રભુ પરમકૃપાળુએ પ્રકાશેલા પરમાર્થમાગની પ્રભાવના થાય તે માટે તેમને રટણ રહેતું. પોતાનાં તનમન ધનને ભોગે પણ મુમુક્ષુજનાને રાજરસિક બનાવવાની તેમની અભિલાષા હતી. સં. ૨૦૧૨માં તેઓશ્રી વવાણિયા કેટલાક મુમુક્ષુ ભાઈ ઓ સાથે પધાર્યા હતા. તે વખતે તેઓશ્રી ત્યાં એક માસ રહ્યા હતા. તે સમયે સવાર, બપોર ને સાંજના એમની સાથેનાં સ્વાધ્યાયભક્તિથી સૌને ખૂબ જ ઉલ્લાસ થતો. તેમની વાણીમાં બહુ જ મધુરતા હતી. સૌ તેમને સાંભળવા આતુર રહેતા. પરમકૃપાળુ દેવના ચારિત્રની કથા એટલા પ્રેમપૂર્વક તેઓ કરતા કે સૌ તે રસમાં મુગ્ધ બની જતા અને અનન્ય આનંદ અનુભવતા. તે સમયમાં મારું ચિત્ત ઘણું જ પ્રસન્ન રહેતું. પૂ. બાપુભાઈના સત્સંગથી પ્રભુ પ્રત્યેની અનન્ય નિષ્કામાં, તેમના પરમાત્માપણામાં તેમ જ તેમના અપૂવ માહાત્મ્યમાં મારી વૃત્તિ ઉલ્લસિત થતી. એમની સૌજન્યશીલતાને કારણે હું મારા અંતરની વાત તેમને કહેતી. ગૂંચવણમાં કે કોઈ મૂંઝવણના પ્રસંગે તેમનું માર્ગદર્શન મને સહાયરૂપ નીવડતું, હૃદય હળવું થતું. આમ તેમણે મારા પ્રત્યે એક સાચા ધર્મબંધુ તરીકેની સહાનુભૂતિ દર્શાવી છે. આ પરમાર્થમાર્ગમાં તેઓ મને ખરા ‘વાતના વિસામા ’રૂપ બન્યા હતા. આ રીતે તેઓશ્રીને મારા પ્રત્યે ખરેખર ઘણો જ ઉપકાર થયો છે. તેમને વંદન કરીને જ સંતોષ માનું છું.
Page #129
--------------------------------------------------------------------------
________________
મેટાંબા
- શ્રી રણછોડદાસભાઈ (મારા સસરાજી) ને પરમકૃપાળુ દેવ પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને ભક્તિ હતા. તેઓનું હૃદય શુદ્ધ અને સરસ હતું. તેઓ ઘણા દયાળુ અને પરદુઃખભંજન પણ હતા તેમના સહવાસથી મારાં સાસુજી પૂ. મણિબાઈને પરમકૃપાળુ દેવ પ્રત્યે અનન્ય ભક્તિ અને પ્રેમ હતાં. તેઓ વ્યવહારકુશળ તેમ જ પરમાર્થ પ્રેમી હતાં. આ બંને વડીલોના સુસંસ્કારો, કુટુંબમાં મારા દિયર તથા મારા નણદ વગેરે પર પડેલાં છે. બાળકોમાં પણ આ સંસ્કારોની ઊંડી છાપ પડી છે. મેટાંબા (પૂજ્ય સાસુજી) એ બાળકોને પરમકૃપાળુ દેવ પ્રત્યે શ્રદ્ધા પ્રગટાવી હતી. તેઓની ભક્તિ દિનપ્રતિદિન વધતી જતી હતી. તેઓ હંમેશાં વહેલાં ઊઠી પ્રભુભક્તિ કરતાં અને તેમાં તલ્લીન બની જતાં. ઘરનું વાતાવરણ પણ તે ભક્તિથી સંસ્કારશુદ્ધ બની જતું.
બંને વડીલો ચોમાસું કરવા વડવે જતાં અને એકાદ બાળકને પણ સાથે રાખતાં, કારણ કે બાલ્યવયમાં જ બાળકોના ધર્મના સંસ્કારે સુદૃઢ થાય છે એમ તેઓ માનતાં. પૂ. બાપુજી (મારા સસરાજી) નો દેહ છૂટી ગયો, ત્યાર પછી પણ મોટાંબા ચોમાસું કરવા વડવા જતાં અને કારતક સુદ પૂનમ પર વવાણિયાના તીર્થ ધામમાં પધારતાં. કેટલાક વખત પછી સેનગઢ ચોમાસું કરવા જતાં. આ રાજભુવન બંધાવવામાં તેમની પ્રેરણા–ભાવના ઘણી ઊંચી હતી અને તેમને ઉલ્લાસ પણ ઘણા હતા. તેથી મને તેમના તરફથી ઘણી સહાનુભૂતિ મળતી. તેઓ અવારનવાર રાજકોટથી આવી રાજભુવન બંધાતી વખતે સલાહ-સૂચન આપી જતાં. પ્રતિષ્ઠા વખતે પણ તેમને ઘણો જ ઉલ્લાસભર્યો સાથ હતો.
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૮૭
wwwwwwwwwww ! તેઓશ્રીએ પરમકૃપાળુ દેવની નાની પ્રતિમા તથા ચાંદીથી મઢેલાં પુસ્તકો આગળથી જ બનાવી રાખ્યાં હતાં. તે પ્રતિષ્ઠા વખતે ત્યાં પધરાવ્યાં હતાં. તેમની પરમકૃપાળુ પ્રત્યેની શ્રદ્ધાનું એ ફળ હતું. તેઓશ્રીનો મારા ઉપર પરમ ઉપકાર છે કારણ કે તેમના સુસંસકારોથી મારા સંસ્કારોમાં દિનપ્રતિદિન વિશેષ દૃઢતા થતી રહી હતી. આ તેમના પરમ ઉપકાર હું કેમ ભૂલું ?
તેમને કૅન્સરનું દર્દ થયું હતું. તેથી પીડા સખત હતી, છતાં તેમનામાં ઘણી સ્વસ્થતા હતી. તેમનું લક્ષ એક પરમકૃપાળુ દેવમાં જ રહેતું. તેથી જ તેમણે ખૂબ શાંતિથી દેહ છોડયો હતો. એમના સદ્દગુણો અમને સૌને વારંવાર યાદ આવે છે. એ સદ્દગુણો અમારા જીવનમાં ઊતરો એવી અંતરયામી પ્રભુ પાસે વારંવાર પ્રાર્થના કરું છું', તેથી જ અત્યારે હૃદયમાંથી ઉદગાર નીકળી જાય છે: “વંદન હા આવાં પૂજ્ય મેટાંબાને ! ”
Page #131
--------------------------------------------------------------------------
________________
**********
સદ્ગત ભગવાનલાલભાઈ
શ્રી વવાણિયા તીમાં પ્રતિષ્ઠામહેાત્સવ વખતે આવેલા મુમુક્ષુભાઈ આ વગેરે દરેકની અને તેટલી સેવા પાતે ( શ્રી ભગવાનલાલભાઈ ) જાતે જ કરે. સૌને નાહવાનુ પાણી પણ પાતે કૂવામાંથી કાઢી આપે. સેવા કરવી, સેવક થઈ ને રહેવુ... એમાં જ એમને આનંદ થતા. એમને માટાઈ ખતાવવી ગમતી નહીં; ઊલટુ, સેવાભાવમાં જ એમને સાચા આનંદ મળતા.
તેમણે વવાણિયામાં બગીચા બનાવ્યા છે. અળદ, ગાયા વગેરે પણ ત્યાં રાખ્યાં હતાં. પેાતે પાકિસ્તાનમાંથી આવ્યા બાદ નિરાંતે ત્યાં શાંતિથી રહેવાની ઘણી જ ઇચ્છા સેવી હતી. મને ઘણી વાર કહેતા કે “ વવાણિયા કેવુ' અને છે તે જોજો ! એક દશ નીય સ્થળ અને તેમ મારે કરવુ છે.” ભાઈ બુદ્ધિધનને કહેતા, “ બધાનું જોઈ ને તેમનું અનુકરણ કરવું—તેના જેવું બનાવવું—તેમાં શી નવીનતા ? આપણી પેાતાની નવીન દૃષ્ટિથી કશું કરવામાં જ આપણી પ્રતિભાશક્તિ દેખાય.”
ભાઈ બુદ્ધિધને તેના પિતાશ્રીનાં આ વચન બરાબર યાદ રાખી તે મુજબ જ મૌલિક રીતે વ્યવસ્થા કે રચના કરવાની ભાવના સેવી હતી. તેમના પિતાશ્રીની ઇચ્છા મુજબ વવાણિયા માટે તેમણે લાગણીપૂર્વક મહેનત કરી છે. તે કારણે તેમના અંતરમાં એ પુણ્યભૂમિ · શ્રી રાજભુવન,’ ધર્મ-આરાધના રૂપે સાચા ભાવથી વસી ગઈ હતી, જેનું દિવ્ય દર્શન આપણે આગળ કરીશુ,
:
તેમના અહેાળા કુટુંબકબીલે। દીકરા-દીકરીઓ, વહુએ, જમાઈ એ વગેરેને વિસ્તૃત પરિવાર હતા, પણ સૌ પ્રત્યે તેમની
Page #132
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગસ્થ શ્રી ભગવાનલાલ રણછોડદાસ મોદી.
સ્વ. પૂ. શ્રી ભગવાનલાલ રણછે.ડદાસ મેાદી
Page #133
--------------------------------------------------------------------------
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૮૯
સમાન દૃષ્ટિ રહેતી. સૌનામાં પ્રસન્નતા ઉત્પન્ન કરવી એ જ તેમનુ લક્ષ રહેતું. કત્યારે પણ કેાઈનું મન ન દુભાય તેની તેએ બહુ જ ચીવટ રાખતા. કેાઈનું પણ માઢું. વીલું દેખાય તે! એમને ચેન ન પડે; તેના મનનુ ં સમાધાન થયે જ તેમને શાંતિ થતી. લક્ષ્મીની પૂરી મહેર હતી. તેઓના અંતરમાં સૌ પ્રત્યે સ્વાભાવિક સમભાવ હતા. પ્રસંગે અવસરેાચિત્—વચિત્ તેથી પણ વિશેષ—યાના ઝરે તેમણે વહાવ્યા છે, મેાકળે મને આપી જાણ્યું છે—કોઈ ન જાણે તેમ. માન કે મેાટાઈની સ્પૃહા કી રાખી નથી. દાન કરવાની પાછળ મોટાઈ અતાવવાના ઉદ્દેશ કદી નહાતા; માનવી હૃદયને એ સ્વાભાવિક આવિષ્કાર હતા. પ્રભુ પરમકૃપાળુ દેવે ‘મેક્ષમાળા’માં સદ્ધર્મ નામક શિક્ષાપામાં દયા સંબ’ધી જણાવ્યું છે— “ જેમાં કોઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસતાષ રહ્યાં છે ત્યાં દયા નથી, ત્યાં ધર્મ નથી....” તે તેમના જીવનમાં ચરિતા થતું હતું.
આમ તેમનું જીવન ઘરમાં તેમ જ બહાર વ્યવહારમાં આવી સ્વભાવગત ‘ દયા’ની જ પ્રતીતિ કરાવે છે. અર્થાત્ પેાતાથી કોઈ ને ‘દુ:ખ, અહિત કે અસતેાષ' ન ઊપજે, એટલું જ નહીં પણ તેને સારા સંતાષ મળે, તેનુ હિત થાય, તેનુ દુઃખ દૂર કરીને પેાતાને આનંદ થાય તેવી રીતે વર્તવાની એમને ટેવ હતી.
તેમના મિત્ર શુકદેવ મને કહેતા, ‘ભગવાનલાલભાઈ સાચા સંત છે.’ શુકદેવ અને પેાતે જેલમાં સાથે હતા, પેાતાને અને તેમને સગાભાઈ જેવી લાગણી હતી. સત્યાગ્રહનુ કામ હરિદાસ શેડ વગેરે બધા સાથે જ કરતા. હિરદાસ શેઠની સાથે એક ઘર જેવા સંબધ હતા. વેલજીભાઈ, શ’ભુલાલભાઈ, પોપટલાલભાઈ, મેાહનલાલભાઈ અને રવજીભાઈ ખધા ભાગીદારામાં પરસ્પર પ્રત્યે ઘણા પ્રેમ હતા; જુદાપણું બિલકુલ નહોતું. ‘ મિલ્સ સ્ટાર’માં ગેાપાળજીભાઈ અને લાલાજી ભગવાનદાસ સાથે ત્રીસ વર્ષ ભાગીદારી ચાલી, પણ અન્યત્ર કવચિત્ જ જોવા મળે તેવા ભ્રાતૃભાવ, સુમેળ અને આદરભાવ કાયમ ટકી રહ્યા.
*સિધ ધારાસભાના સભ્ય અને લેાકપ્રિય નેતા.
Page #135
--------------------------------------------------------------------------
________________
હ૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
તેમના સ્વભાવમાં એવું સૌજન્ય હતું કે સંપર્ક માં આવનાર વ્યક્તિનું મન ઠરતું'. તેમની ભાષામાં પણ કદી કર્કશતા કે કડવાશ આવતી નહી; સ્વાભાવિક મીઠાશ વ્યક્ત થતી. તેથી સાંભળનારને પ્રિય લાગે તેવું સત્ય વચન કહેતા. સરગમવિચં ગુયા1 એ એમનો સ્વભાવ થઈ પડયો હતો.
કરાંચીમાં પહેલી જ વાર સને ૧૯૪૭ માં માણસો ભાગ્યો ત્યારે ત્યાં અમુક દસબાર ઘર રહ્યાં હતાં. તે વખતે તેઓ પોતે પણ નીકળી નહોતા શકયા. એટલે મને થયું કે તેમને જમવાની અગવડ પડશે. સગવડ સચવાય નહીં તેથી તેમનું શરીર બગડે માટે મારે પણ જવું નથી, એમ વિચારી હું અને એક ડોશીમા પણ ત્યાં રહ્યા. પણ તેમનું લક્ષ તે મને કેમ ઓછી તકલીફ પડે તે જ રહેતું. એમની સ્વાભાવિક મૃદુતા ત્યારે વિશેષ દેખાઈ આવતી. એ યાદ કરતાં મારું હૃદય પૂજ્યભાવે તેમને નમે છે.
સને ૧૯૪૮ ના જાન્યુઆરીમાં બીજી વાર માણસે ભાગ્યા ત્યારે પણ હું ત્યાં રોકાઈ હતી. તેઓ ત્યાં નિશ્ચિતપણે રહેતા. “પ્રભુ પર ભરોસો રાખો; જે થવા ચોગ્ય હશે તે થશે,' એમ તેઓ ઘણી વાર કહેતા. ત્યારે દુકાનમાં કોઈ નહી હોવાથી જેટલો અને તેટલો માલ જાતે કાઢી નાખતા. આવા સંકટ સમયમાં પણ તેમની આવી જીવન રીતિને લીધે અમે આનંદપૂર્વક રહી શકતાં હતાં. - પ્રતિષ્ઠા થયા બાદ દર કાર્તિક પૂર્ણિમાએ વવાણિયા જન્મભુવનમાં મોટો ઉત્સવ રખાય છે. લગભગ હજાર પંદરસો માણસ ભેગા થાય છે. સવારમાં ભક્તિ, પૂજા આદિ વિધિ થયા બાદ ‘જ્ઞાન મંદિર’ વરઘોડો લઈ જવાય છે. ત્યાર બાદ જમણ અને બપોરના સ્વાધ્યાય અને પ્રભુનું ચરિત્ર વાંચવામાં આવે છે. તેથી મારે પૂર્ણિમા ઉપર વવાણિયા આવવાનું થયું ત્યારે તેમને કઈક ક્ષેભની લાગણી થઈ આવી. અમે રાત્રે બેઠાં હતાં, ત્યાં જવાની વાત નીકળતાં જ તેમની આંખ ભીની થઈ ગઈ. ત્યાર પછી વવાણિયા આવવા માટે નીકળતી વખતે પોતે દુકાન સુધી સાથે હતા; ત્યાં પણ છૂટા પડતી વખતે એવી જ સ્થિતિ થઈ આવી. જાણે કરાંચીમાં હવે રહેવાનું જ નહીં હોય તેમ અમને બંનેને
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૯૧
wwwwwwwwww કુદરતી લાગી આવ્યું. હું દેશમાં આવી. એકાદ મહિના માટે આવી હતી પણ કરાંચીમાં તોફાની અને ધમાલ બહુ હોવાથી પાછી જઈ શકી નહી'. દરમિયાન તેમના શરીરની કાળજી ત્યાં કરાંચીમાં રાખી શકાઈ નહી', તેથી તેમને શરીરે ઘસારો પહોંચ્યા. તેઓ દસેક મહિના ત્યાં રહ્યા ત્યારે તેઓની સાથે શ્રી ગોપાળજીભાઈ રહ્યા હતા. અમને બધાને તેઓ ત્યાં હતા તેનું બહુ દુઃખ હતું. પછી તેઓ દેશમાં આવ્યા ત્યારે અમે મસૂરી હતાં. મસૂરી માં તેઓ લખ્યા કરે, “ તમારી બાને કઈ રીતે મૂંઝાવા દેશે મા કે સંકેચ પડવા દેશે મા.” મસૂરીથી અમે મુંબઈ આવ્યાં અને તેઓ પણ દેશમાંથી મુંબઈ આવ્યા. શરીર પર નબળાઈ ઘણી હતી, પણ પતે તે જણાવે નહી. થોડા વખત રહી તેઓ બન્ને બહેનોને (દીકરીઓને) મળવા કલકત્તા ગયા, પણ નબળી તબિયત હતી એટલે રસ્તામાં ઠીક ન રહ્યું. તબિયત વધુ બગડી. શરદી બહુ થઈ ગઈ છતાં મને સમાચાર લખ્યા નહોતા. પૂર્ણિમા પર તેઓ કલકત્તાથી નીકળવાની ઉતાવળ ઘણી કરે અને એમ કહેતા કે
નહી જાઉં તો તમારાં બાને દુ:ખ લાગશે.” પણ બહેનોએ તેમની શારીરિક નબળાઈને કારણે આવવા દીધા નહીં'. થોડા દિવસ બાદ કલકત્તાથી વવાણિયા આવ્યા તે વખતે ખંભાતથી ભાઈશ્રી અમૃતભાઈ વગેરે પંદરેક ભાઈ એ ત્યાં દર્શનાર્થે પધાર્યા હતા. તેમાં અમૃતભાઈના વાચનમાં તેમને ખૂબ રસ આવતો. પછી તો તેમને ભાવના પણ એવી થતી કે આપણે હવે નિવૃત્તિ લઈ સૌ જંજાળ છોડી, શાંતિથી દેશમાં આવીને રહીએ અને પ્રભુભક્તિ અને સત્સંગ સત્કથામાં સમય પસાર કરીએ તેઓ કહેતા કે શ્રી અમૃતભાઈ પણ નિવૃત્તિ લઈને અહીં રહેવાનું કરે અને સ્વાધ્યાય વાચન કરે તો આપણે શાંતિથી સાંભળીએ એવું શેષ જીવન ગાળવાની ઇચ્છા છે.
તેઓ વવાણિયા, મુંબઈ અને રાજકોટ વચ્ચે ત્રણેક મહિના રહ્યા પછી વળી કરાંચી જવાનું થયું ત્યારે પણ શરીર બરાબર નહીં છતાં પણ કોઈને ખબર પડવા ન દીધી. વળી મનુનાં લગ્નમાં બે મહિનામાં દેશમાં આવવાનું થયું, પરંતુ શરીરે નબળાઈ ઘણી હોવા છતાં તે વિશે કાઈ ને કહે નહીં'. પછી ડો.
Page #137
--------------------------------------------------------------------------
________________
૯૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
www
www
વાત
માટે વાર કરાવી
કહ્યું, પતિ આજે આ
ન્યાલચંદભાઈને બોલાવ્યા. તેમને મેં વાત કરી પણ તેઓ તબિયત દેખાડે નહીં'. ડૉક્ટર તે દિવસે ત્યાં રોકાયા. સવારે પરાણે તબિયત જેઈને સોજો છે એમ કહ્યું. પણ તેઓએ વિલાયતી દવા કરવાની ના પાડી. બધાએ ભેગા મળી વિચાર કર્યો કે બીજા ડૉક્ટરને બોલાવી તબિયત બતાવીએ. ઈજેકશન ચાલુ કરાવ્યાં અને જમવામાં માત્ર કેળાં તથા દૂધ શરૂ કરાવ્યાં, પણ તે અનુકૂળ ન આવ્યાં. શરદી થતાં તે બંધ કરી મગના દાણા પલાળી લેવાનું રાખ્યું. એમ એ દોઢ મહિના ઉપચાર થયા. કંઈક ઠીક લાગ્યું અને પછી કરાંચી જવાનો વિચાર કર્યો. - પિતાને ‘શ્રી આત્મસિદ્ધિજી’ની કેડ ઉતારવાની ઘણી ઈચ્છા હતી. પણ તે માટે કઈ મળ્યું નહીં'. ત્યારે મેં કહ્યું, “કૃપાળુદેવના પત્રોના ફોટા તૈયાર કરાવીએ.” તેમને તે વાત બહુ રુચી ગઈ. પણ કહે, “એ કેણ કરશે ? ?” મેં કહ્યું, “તમે ધારો તે ગમે તેમ કરીને તે કાર્ય પાર પાડે તેમ છે.” પોતે બીજે જ દિવસે શ્રી મણિભાઈ રેવાશંકરની પાસેથી પત્રો મંગાવ્યા ને તે આવ્યા એટલે તેમણે ભાઈ શાંતિલાલ હેમચંદને એ કામ સોંપ્યું. બત્રીસસ રૂપિયામાં આ કામ સરસ રીતે કરાવરાવ્યું. અને રૂપિયા બે હજારમાં કૃપાળુદેવનું શ્રી કાઉસગ મુદ્રાનું ચિત્રપટ (ખગાસન) પણ કરાવ્યું. કામ સારું થવું જોઈએ તેવી મૂળ ભાવના હોવાથી ખર્ચમાં સ કેચ કરતા નહીં'. દર્શન કરતાં જ આલાદ ઊપજે તેવું ચિત્રપટ હોવું ઘટે એવી એમના હૃદયની ભાવના હતી.
કૃપાળુદેવનું સાહિત્ય તેઓ વાંચતા થોડું', પણ વિચારતા ઘણું'. તેઓ વર્તનમાં ઉતારવાની દૃષ્ટિએ વાચન-ચિંતન કરતા. કરાંચીમાંના વિકટ સંજોગેની હું વાત કરું તો તેઓ કહે, “કસોટી સોનાની હોય છે. આપણે સોના જેવા થવું. પોતાના દોષ જેવા. આ વાંચો છે તેનો વિચાર કરો.” એમની જીવનદૃષ્ટિ આવા આવા ઉદ્દગારામાં અનેક વાર વ્યક્ત થતી. |
પોતે ગૃહવ્યવહારમાં ખાસ લક્ષ આપતા નહીં' એટલે કે વરચે આવતા નહી'. મનુભાઈનાં લગ્ન મુંબઈમાં કર્યા', પણ તેઓ તે કશામાં વચ્ચે પડતા નહીં'; કહેતા કે તમે રાજી રહા તેમ
Page #138
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૯૩ www
અww કેરે. લગ્ન પછી બે માસ મુંબઈ રહી કરાંચી જવા રાજકોટ આવ્યા. ત્યાં પૂ. માતુશ્રી (મેટાંબા ) માંદાં પડયાં. તેમની સેવાશુશ્રષા બની તેટલી કરી. તેમને ઠીક થયા પછી જ કરાંચી ગયા. મુંબઈથી નીકળતાં પહેલાં તેઓ બધાને મળી આવ્યા. પોતાને મનમાં જાણે એમ જ થઈ ગયું કે હવે કરાંચીથી પાછો આવવાનો નથીજાણે છેલ્લી વખત બધાંની રજા લઈને જતા હોય તેમ ગયા.
કરાંચી ગયા પછી મહિનો થયા અને દુકાનને પાકિસ્તાન સરકારે સીલ માર્યા'. ત્યાર પછી ઘરને પણ સીલ દેવાયાં. તે વખતે પોતે, શ્રી ગોપાળજીભાઈ પટણી તથા આચાર્ય—એ બધા સ્વામીનારાયણની ચાલીમાં સાથે રહેતા હતા. વખતની પણ કેવી અલિહારી છે ! કયાં રહેવાના બંગલા ! કયાં એ સુખસામગ્રી ! કયાં એ કુટુંબ પરિવાર ! અને જ્યાં આ ચાલમાં રહેવાનું! વિચાર કરતાં અત્યારે પણ મારું હૃદય ભરાઈ આવે છે, અકથ્ય વેદના અનુભવે છે, છતાં એમણે આ વસ્તુ મન પર લીધી નહોતી. તેઓ તો સમદષ્ટિવાન હતા. પ્રભુસ્મરણ અને “આત્મસિદ્ધિજી” વારંવાર વિચારતા અને પરમકૃપાળુ દેવનાં વચનામૃતનું મનન કરતા હોઈને દુઃખ ન થાય તેમ શાંતિથી નવ મહિના કરાંચીમાં રહેલા. તે બધો સમય આત્મશ્રેય વિચારવામાં ગાળ્યા અને એ અનાયદેશમાં પણ આત્મહિત સાધ્યું. પતે ત્યાંથી હંમેશાં કાગળ લખતા તેમાં ‘આત્મસિદ્ધિજી’ની ગાથાઓ તો હોય જ. તેમના મનને એમ રહેતુ’ કે કાગળ એક દિવસ નહીં લખાય તો બધાંનાં મનને અશાંતિ અને ચિંતા થશે. તેથી બધાંને શાંતિ થાય એવું લખાણ આવે. છતાં છેલ્લા કેટલા દિવસોમાં મને થયા કરતું કે હવે તો હું કરાંચી જાઉં, મેં કાગળ લખી પુછાવ્યું કે મારે આવવું છે. ત્યારે તેમનો પત્ર આવ્યા કે, “ આવા અનાય દેશમાં, અત્યારનું વાતાવરણ–ચારે બાજુ માંસાદિક અભક્ષ્ય નજરે ચડે છે અને અસ્વચ્છતા પ્રવર્તે છે તે—જોઈ તમને ગમશે નહીં અને ખૂબ મૂંઝવણ થશે. માટે આવવાનું હાલ મુલતવી રાખવું. ત્યાર પછી પાછો બીજો કાગળ આવ્યું કે, “ મારા લખવાથી કદાચ તમને માઠું લાગ્યું હશે પણ તમને અહી ન ફાવે તેટલા માટે જ ના લખી હતી. તમારી ઈચ્છા હોય તો ખુશીથી આવે; મારી
Page #139
--------------------------------------------------------------------------
________________
૯૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
M
ના નથી. હું હવે થોડા વખતમાં તે તરફ આવીશ.” તેઓ આ પ્રમાણે લખતા ને બધાને આશ્વાસન આપતા કે હું આવીને બધું ઠીક કરી દઈશ. પણ પિતાને હવે ક્યાં........! a મને પણ આશા હતી કે આવશે અને પછી અમે બધાં વવાણિયા જઈશું. દિવાળી તથા પૂનમ વવાણિયામાં ઊજવીશું અને પછી બધાં તીર્થ સ્થાનનાં દર્શન કરી, સૌ કુટુંબીજનોને મળી પછી શાંતિથી શેષજીવન પ્રભુના સ્થાનમાં જ ગાળીશું. તેમની પોતાની પણ એમ જ ઇચ્છા હતી એ હું જાણતી હતી.
પણું........આપણે ધારીએ શું? અને થાય છે શું ? પ્રભુ કહે છે કે “ કર્મગતિ વિચિત્ર છે.” કરાંચીમાં તેમને હૃદયરોગનો હુમલો થયા. અતિ વેદના થઈ ત્યારે વાત કરી અને પથારી કરાવી. ગોપાળજીભાઈને થયું કે આમ કોઈ દિવસ પથારી કરાવે નહીં'. જરૂર કંઈ વધારે દર્દ થતું હશે ? આથી તેમણે ડૉકટરને તરત બોલાવ્યા, ઉપચારાદિ કરતાં દુખાવો ઓછો થયો અને ઠીક લાગ્યુ'. પાછી બીજે દિવસે ગૅસની તકલીફ થઈ આવી ત્યારે દેશમાં ગોપાળજીભાઈના ટેલિફાન આવ્યા તેમાં ત્યાંના સમાચાર જણાવી ચિંતાનું કારણ નથી એમ જણાવ્યું. પણ મને એમ થયું કે જવું તો ખરું જ. તે વખતે મનુભાઈ દિલ્હી હતા અને મેટાભાઈ બુદ્ધિધન રાજકોટ હતા. તેઓને ટેલિફોન કરતાં મેળાપ ન થા. પ્રફુલભાઈ ને હું તૈયાર થયાં. પરમીટ તરત જ મળી ગઈ. બીજે દિવસે અમે કરાંચી પહોંચ્યાં. મનુભાઈ દિલ્હીથી આવી ગયા, પણ તે વચ્ચે મુંબઈમાં રોકાઈ ગયા તેથી અમને ઍડ્રોમ પર મળ્યા નહી’. ઘેરથી નીકળ્યા ત્યારે શુકન સારાં નહાતાં થયાં એટલે મારુ મન અશાંત હતું, હૃદય વ્યથિત હતું.
કરાંચી ઍડ્રોમ પર ગોપાળજીભાઈ આવ્યા હતા. તેમને તબિયતના ખબર પૂછતાં કહ્યું કે સારુ છે; થોડી ગૅસની તકલીફ છે. અમે ઘેર ગયાં. તેઓ પોતે સૂતા હતા. હું જઈને તેમને પગે લાગી. તેઓ કહે કે “ આવ્યાં ? ” મેં કહ્યું, “હા.” “ બધાં કેમ છે ? મજામાં ને ?” મેં કહ્યું, “હા.” મને પૂછ્યું, “તમારે પગે કેમ છે?” મેં કહ્યું, “ સારું છે.” ત્યારે કહે, “ મારા કહ્યા પ્રમાણે બરાબર
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૯૫
દવા કરો તો સાવ મટી જાય. ચૈત્ર મહિનો આખો તમારે પનીર પીવું.” મેં કહ્યું, “હવે, એમ કરીશું.” પછી ગોપાળજીભાઈને કહ્યું, “તમે આમને માટે ખાવાનું કંઈ કર્યું ? ” ગોપાળજીભાઈ એ કહ્યું, “ભૈયો કરે છે.” પોતે કહે “ભૈયે ચા કરશે તે તેમને નહી ફાવે; તેમને ચા સારી જોઈશે.” મેં કહ્યું, “તમે કાંઈ ચિંતા કરો મા; મને ચાલશે.” “ જમવા માટે કેમ કરશો ? ” તેમણે પૂછયું. મેં કહ્યું, “કરી લઈશ.” તો ગોપાળજીભાઈ એ પૂછયું', ‘‘ બધાંની સાથે ચાલશે નહીં ? ” ત્યારે તેમણે કહ્યું, “ નકામું તેમનું મન દુખાય તેવું નહીં કરા.આમ વાતચીત થઈ એટલામાં ગોપાળજીભાઈને બહાર જવાનું થયું. આચાય આવ્યા. તેમને કહ્યું, “ ખાવાનું તમે બનાવી આપો.” આચાર્ય કહે, “ ભલે.” પણ મેં ના પાડી : “હું ચલાવી લઈશ,” એમ કહ્યું. પછી બ્રાહ્મણની લજમાંથી પોતે ભાણું મંગાવ્યું. આ પ્રમાણે કોઈ રીતે મારું મન ન દુભાય તેમ કરતા. પણ મારું મન તો કેન્દ્રિત થયું હતું તેમના વ્યાધિમાં. એ હું તેમને કઈ રીતે જણાવું?
પૂનમને દિવસે સાંજના શીત વળ્યાં, તેવી વેદનામાં પણ પોતે ક્ષમાપનાને પાઠ જ બોલતા હતા. પાછું એકમની રાત્રે તેવી જ રીતે થયું. મંદવાડ વધતો ગયો, વ્યાધિ ઘણો ભયંકર થતો જતો હતો. જયંતિલાલ, વિદ્યાબહેન, ભાઈ બુદ્ધિધન એ બધાં કરાંચી આવવા માટે ઉતાવળાં થયાં, પણ તેઓએ તેમ કરવાની તેમને ના પાડી : “ બધાંને હેરાન ન કરો. બધાં અહી' આવે તો ત્યાં રહેનારની શી સ્થિતિ ? ”” એમ કહી બોલાવવાની ના જ કહેતા.
પણ ભાઈ બુદ્ધિધન તેમની ના છતાં આવ્યા વિના ન રહી શકયા અને તે આવ્યા તે સારું કર્યું. મારા મનને પણ એમ થયા કરતું કે તે આવે તો ઠીક, પણ બધા ના પાડે એટલે હું’ શું બોલું? હું તો હૃદયની વેદના હૃદયમાં જ સમાવતી..
દર્દી પોતાનું કામ કર્યું જતું હતું અને પોતે તો પોતાનું લક્ષ આત્મશ્રેય પ્રત્યે જ રાખ્યું હતું. પોતે ‘પરમગુરુ નિગ્રંથ', ‘સર્વજ્ઞદેવ’, ‘ભગવાન”, “રામ” આ શબ્દો વારંવાર ઉચારતા તે મુજબ એક વાર ‘રામ’ કહ્યું ત્યારે મેં કહ્યું, “હે ભગવાન ! ”
Page #141
--------------------------------------------------------------------------
________________
૯૬ : : શ્રીમદ રાજચંદ્ર જન્મભુવન
wwwwwwwwm
wwwwww⌁~
જવાબમાં પાતે કહે, “ રામ અને ભગવાનમાં ફેર ખરા ?’’મે' કહ્યું, “ બધું એક જ છે.” આ રીતે પેાતાનું ધ્યાન પ્રભુના નિત્યસ્મરણમાં જ રહેતું.
મેાટાભાઈ બુદ્ધિધન આવ્યા પછી ન્યાલચંદભાઈ ડૉક્ટરને તથા મણિયારને મુખઈથી ખેાલાગ્યા અને પેાતાના ઘરમાં રહેવા જવાની સરકાર તરફથી છૂટ મળતાં ઘેર ગયા. મહેંદવાડ વધતા જ ગયા. ડૉક્ટર આવ્યા, ઉપચાર ઘણા કર્યાં, પણ સુધારા ન જ દેખાયા. આ બાજુ જય'તિલાલની આવવાની ઇચ્છા ઘણી, પણ સૌની ના એટલે તેમ બન્યું નહી. વિદ્યાબહેનથી પણ એ જ કારણથી ન અવાયું. આડ વરસ થયાં તે ઘેર રહેવા આવી નહોતી તેમાં છેવટે મળી શકાયું નહીં તેનુ તેને બહુ દુ:ખ રહ્યું છે,
ઘરમાં આવ્યા, પણ મંદવાડ દિવસે દિવસે વધ્યા. વેદના ઘણી જ હતી. પરંતુ લક્ષ તે આત્મામાં પરાવ્યું હતું. તેમને સમજાઈ ગયું હતુ` કે હવે પ્રભુના ધામમાં જવાને સમય આવી પહોંચ્યા છે. દેહ છૂટવાના બે દિવસ પહેલાં ગોપાળજીભાઈ ને ખેાલાવ્યા અને બંને ભાઈ એને પણ બેાલાવ્યા. પછી બધાને સૂચના કરી કે, “ તમે બધાં સૌ હળીમળીને રહેશે. તમારી ખા, મોટીખા, તથા નાનીખાને કાઈ જાતનેા સંકેાચ ન પડવા દેશો.” વહુદીકરીઓનાં નામ લઈ કહ્યું, તેમનું ખરાખર ધ્યાન રાખશે. તેમ જ ભૈયાએ તથા મલ'ગે મારી ચાકરી ઘણી કરી છે. ભૈયાનુ ધ્યાન રાખશે. કરીમભાઈ, આચાય, પાણી અને દુકાનના બીજા માણસેાએ મારી ખૂબ સેવા કરી છે,” એમ કહી અધાનાં નામ લઈ ઉપકાર માન્યા.
66
પછી મને કહ્યું, “ મેં ઘણી વાર તમારું મન દુભાવ્યું તેની ક્ષમા માગું છું”મેં સજળ નયને કહ્યું, “ એ તેા ઠીક; પણ તમારી ઉદારતા હું કઈ રીતે વર્ણવું ? મે તમને ઘણી વાર દુખી કર્યા છે તેની હું પણ બે હાથ જોડી ક્ષમા માગું છું. તમારા આત્માને શાંતિ રહેા ! પ્રભુનું સ્મરણ જ આપણને ભવાભવ રહેા અને છેવટે આપણે સાથે જ આ ભવથી નિવૃત્ત થઈ એ એ જ હુ પ્રભુને પ્રાર્થના કરુ છું.”
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૯૭
પોતે પથારીમાં છેવટ સુધી પ્રભુનું નામ ભૂલ્યા ન હતા. મંદવાડમાંથી સારા થવા બાબતમાં મને શંકા તો હતી જ, સોમવારે રાત્રે મંદવાડ વા. ઉપચારા કરતાં ઠીક લાગ્યું. મને થયું કે મનુભાઈ આવે તો સારું. ટેલિફાન કરાવ્યા. છ વાગે પાછો મંદવાડ વળે. ગોપાળજીભાઈ મને કહે, “તમે હા પાડે તો વૈદ્યની દવા લઈ એ.’ મેં કહ્યું, “ભલે.” ગોપાળજીભાઈ વૈદ્ય પાસે ગયા, પણ કારણવશાત્ વિદ્ય ન આવી શકયા અને દવામાં કેસૂડાના શેક કરવાનો કહ્યો. ગોપાળજીભાઈએ તૈયારી કરી ને મેં શેક કરવો શરૂ કર્યો. હું શેક કરું ને તેઓ બતાવતા જાય કે શેક કયાં કર. શેક કરતાં કરતાં “આત્મસિદ્ધિજી’ની ગાથાઓ તથા પ્રભુસ્મરણ કહેતી. તેમાં ભૂલ પડે તો પોતે ઇશારો કરે અને કહે કે ભૂલ છે. આમ છેવટ સુધી ખૂબ જ શાંતિપૂર્વક પ્રભુનું જ ધ્યાન હતું. ત્યાં એકદમ શ્વાસોચ્છવાસ વધ્યા એટલે શેક બંધ કર્યો. પ્રભુસ્મરણ ચાલુ જ હતું. તે સાંભળતાં શ્વાસ બંધ પડયો અને ......શરીરચેષ્ટા સઘળી સ્થંભી ગઈ...
વિ. સં. ૨૦૦૬ના શ્રાવણ વદ આઠમ ને મંગળવારે સવારે ૧૧.૫ મિનિટે એ પવિત્ર આત્મા નશ્વર દેહનો સંબંધ છેડી ચાલ્યા ગયા. ઉજજવળ પરિણામે ઉત્તમ ગતિને પામ્યા. મૃત્યુનું આવવું અવશ્ય છે, એ નિશ્ચય થતાં જ્ઞાની સિવાય સામાન્ય જીવોને તેનું વિસ્મરણ થઈ ધીરજ રહેતી નથી. રડી જવાય, અશ્રુપ્રવાહ વહેતો થાય, એ સ્વાભાવિક છે. સ્વજનો સૌ શોકગ્રસ્ત થઈ ગયાં, વાતાવરણ શોકમય બની ગયું.
ઘરમાં, વ્યાપાર વ્યવસ્થામાં અને અનેક સામાજિક કાર્યોમાં તેઓ અગ્રેસર હતા. ખાનગી રીતે અનેકનાં દુ:ખ ટાળતા. આમ ઘણાંને ભિન્નભિન્ન ક્ષેત્રોમાં તેઓ સહાય અને હૂંફ રૂપ બન્યા હતા. આવા પ. પૂ. ભગવાનલાલભાઈને વિયોગ અતિ અતિ દુ:ખરૂપ થયા. સ્વજનોને તો આ વિયોગ અસહ્ય હતો. મારી અંતરંવેદના પ્રકટ કરવાની ન હોય. આ પ્રસંગ સબંધે ભાઈ બુદ્ધિધનભાઈ એ જણાવ્યું છે કે:
શ્રી. ૭
Page #143
--------------------------------------------------------------------------
________________
૯૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન wwwwwwwwwwwww
- “પૂ. બા પાસે જ છે. સમય જુદો છે. પાકિસ્તાન એટલે જાણે પરાયા દેશમાં ઘણી પ્રતિકૂળતા વચ્ચે છે. ચાળીસ વર્ષના સંબંધ! વિચાગનો તાપ અસહ્ય લાગે એવી સ્થિતિ છે. પરમાત્મસ્વરૂપ પિતા શ્રીમદ્જીનાં પુત્રી છે. બાળપણથી પરમાર્થ સંસ્કાર સિંચાતા આવ્યા છે અને તે જ એક માત્ર આ દુઃખદ પળે, આ વિકટ પ્રસંગે આશ્વાસનરૂપ થાય છે.” | ભગવાને કહ્યું છે “...એવી અશરણતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણ છે. સત્પુરુષની વાણી વિના કેાઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં' એમ નિશ્ચય છે....” | “જેની નિરુપાયતા છે ત્યાં સહનશીલતા જ સુખદાયક છે એમ માન્યતા હોવાથી મીનતા છે.” વળી પણ કહ્યું છે :
“સ યોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થશે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. ગમે ત્યારે તેને વિયેાગ નિશ્ચયે છે. પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે કે જે આશ્રયને પામીને જીવે તે ભવે અથવા ભાવિ. એવા થોડા કાળે પણ સ્વરૂપમાં સ્થિતિ કરે.” - “એ પરમ પુરુષ અને તેની વાણીનો આશ્રય પૂ. બાને રહ્યો છે જેને આધારે છેવટ સુધી ખૂબ ધીરજપૂર્વક પ્રભુમરણ રાખ્યા કર્યું છે. તેમણે કુટુંબીજનોને પ્રભુની વાણીનું ‘આત્મસિદ્ધિજી’ની. ગાથાઓ વડે સિંચન આપ્યા કરી પરિણામે શ્રી પ્રભુની સ્મૃતિમાં, એના જ શરણમાં ઉપયોગ રહે તેવી ધર્મ આરાધનાનું મંગળ કાર્ય કર્યું છે, અને એ શુભ આરાધનારૂપ પવિત્ર કાય આ અસહ્ય વિગજનિત તાપમાં ચિત્તને સમાધાનરૂપ અને ઉપશમ આપનાર થયું છે. પૂ. શ્રી ભગવાનલાલભાઈને પરમકૃપાળુ પ્રભુમાં વિશ્વાસ હતો જ. ધમમૂર્તિ પરમકૃપાળુ પ્રભુની છાપ તેમના અંતરમાં હતી જ. ધર્મને નામે સંબંધ, શરણભાવ, એક પરમકૃપાળુશ્રીમાં જ હતો. એના આલબને જીવન ધન્યરૂપ બન્યુ હતું. એ સઘળા વિચારે, અનુભવે પૂ. બાને શેકને સ્થાને ક્રમે કરી સદ્દવિચારને અવલંબને ધમ ધ્યાનમાં ચિત્ત રહ્યું છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૯૯
www
:
“તે વખતે આવા ખેદના પ્રસંગે પણ પૂ. ખા શુભભાવનું કેવું ચિંતન કરે છે તે એમના જ શબ્દોમાં જોઈ એ ‘ જીવ નિત્ય વસ્તુને ભૂલી જઈ અનિત્ય પદાર્થ માં માહ રાખે છે એ જ એની અજ્ઞાનતા છે. સચાગ માત્ર વિયેાગજનિત છે. કાઈ સાથે જઈ શકતું નથી. માટે આત્મહિતને વિચાર એ જ કવ્ય છે, એમ વિચારી આત્મશ્રેય પ્રત્યે વળવુ એ એક હિતકારી ઉપાય છે. હે જીવ! શ્રી સત્પુરુષનાં વચનાને ફરી ફરી વિચાર કરી તેમના કહેલા પુનિત પંથે ચાલી ભવબંધનથી મુક્ત થા. જન્મમરણુરૂપ આ સસારક્લેશથી રહિત થા. ભગવાન પરમકૃપાળુશ્રીએ કહ્યું છે તેમ ઃ
–એ પરમ તત્ત્વના મને સદાય નિશ્ચય રહેા. એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મ-મરણાદિ અંધનથી અત્યંત નિવૃત્તિ થાએ! નિવૃત્તિ થાએ!
“ હે જીવ! આ ક્લેશરૂપ સસાર થકી વિરામ પામ, વિરામ પામ, કંઈક વિચાર, પ્રમાદ છેાડી જાગૃત થા! જાગૃત થા! નહિ તા રત્નચિંતામણિ જેવા આ મનુષ્યદેહ નિષ્ફળ જશે.
“ હે જીવ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા ચેાગ્ય છે.’ ’*
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
*. ૫૦′
4
✩
Page #145
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિધનભાઈની
પુણ્યસ્મૃતિ
' રણછોડદાસભાઈ એ એટલે કે, બુદ્ધિધનભાઈના દાદાએ, બાળપણથી જ તેમનામાં પરમકૃપાળુ દેવની ભક્તિ તથા શ્રદ્ધાનાં બીજ રોપ્યાં હતાં. તેમનાં પૂ. દાદા અને દાદીમા (મણિબહેન)ને ત્યાં કૃપાળુદેવશ્રી પધાર્યા તે વખતથી એ પરમ પુરુષનાં પુનિત દર્શનસમાગમે તેઓમાં ભક્તિવાત્સલ્યના સંસ્કાર દઢ થયા હતા અને તેથી ઘરમાં પણ સૌને એ ધર્મ સંસ્કાર દેઢ થયા હતા. મને પણ ત્યાં પ્રાપ્ત સંસ્કારને સારું પોષણ મળ્યું, જેથી મારામાં શ્રદ્ધા તથા ભક્તિમાં ઉત્સાહ ઉત્તરોત્તર વધતો જ રહ્યો.
મારા સસરા અને સાસુજીએ અમારાં બધાં બાળકોના સંસકારમય ઉછેરની સારી મહેનત લીધી છે. ભાઈ બુદ્ધિધન ત્રણ વર્ષના હતા ત્યારથી તેઓ તેને પોતાની સાથે જ રાખતાં. વડવા, અગાસ કે અન્ય સ્થળે યાત્રાએ જાય ત્યાં પણ તેને પોતાની સાથે જ લઈ જતાં. પૂ. મોટાંબાને દર વર્ષની કાર્તિકી પૂર્ણિમા, એટલે શ્રી રાજ જયતિદિનના મહોત્સવ પર, વડવા જવાના નિત્યનિયમ હતા. પછી પ્રભુની પ્રતિષ્ઠા વવાણ્યિા “શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન”માં થતાં તીર્થધામ વવાણિયા પધારવાનું રાખ્યું હતું. શારીરિક અનિવાર્ય પ્રતિકૂળતાને કારણે બે પૂનમે વવાણિયા ન થઈ શકી. તેનો ખેદ તેમને બહુ રહેતો.
શ્રીમદ્ રાજપ્રણિત સધર્મ માં માતાપિતા અને દાદા-દાદીમાના સહવાસથી પરમકૃપાળુ દેવની પ્રભુતાની છાપ ભાઈ બુદ્ધિધનના અંતરમાં બાળવયથી જ અંકિત થઈ હતી અને તેને લઈને “શ્રીમદ રાજચંદ્ર જન્મભુવન”ની ઉજજવળ પ્રભાવના રહેવા અર્થે તેના
Page #146
--------------------------------------------------------------------------
________________
સ્વ, પૂ. શ્રી બુદ્ધિધનભાઈ ભગવાનલાલ મોદી
Page #147
--------------------------------------------------------------------------
Page #148
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૦૧
ww
wwwwwww
અંતરમાં ઘણી લાગણી હતી. તેને પરમકૃપાળુ ભગવાનમાં ઊંડી શ્રદ્ધા હતી તેથી શ્રીમદ્ ભગવાનની પ્રતિષ્ઠા વખતે તેણે સારા ઉત્સાહભર્યાં ભાગ લીધા હતા. વવાણિયાતીના વ્યવહાર નિભેળ અને સ્વાધીન રહે તેવી તેમની તીવ્ર ઇચ્છા હતી. પ્રભુની પ્રતિષ્ઠા સ``ધમાં કંઈ ભિન્નભિન્ન અભિપ્રાય જણાતાં પ્રતિષ્ઠા તા મારાં આ જ કરે' તેવા મક્કમ વિચાર તેણે જ આગળ કરી મારે હાથે પ્રભુની પ્રતિષ્ઠા કરાવી હતી.
6
તેના પિતાશ્રીએ તેને ભલામણ કરેલી: “વવાણિયાને ખરાખર સંભાળજો, શેાભાવજો.” પિતાશ્રીનુ વચન તેમણે પૂરા પ્રેમથી તન, મન અને ધનનેા યથાસમય ભાગ આપીને ખરાબર પાળ્યુ છે. દર કાર્તિક પૂર્ણિમાએ જયંતિ મહેાત્સવ પર તે કલકત્તાથી વવાણિયા આવી પહેાંચતા. તેમની શ્રદ્ધા અને ભક્તિથી અમને સૌને મહુ આનદ વેદાતા અને ઘણી હળવાશ રહેતી; વ્યાવહારિક કાંઈ માને લાગતા નહીં, તયિતને કારણે તેઓ એ પૂર્ણિમા વવાણિયામાં ન કરી શકયા તેને તેમના મનમાં બહુ વસવસેા હતેા. “ આ તે અખંડ સિદ્ધાંત માનજો કે સયાગ, વિયેાગ, સુખ, દુ:ખ, ખેદ, આનંદ, અણુરાગ, અનુરાગ, ઇત્યાદિ યાગ કોઈ વ્યવસ્થિત કારણને લઈ ને રહ્યાં છે.” (પરમકૃપાળુ દેવ.)
*
પ્રભુના જ જાણે દિવ્ય સ`દેશ ન હોય તેમ વાત ખનીઃ સ. ૨૦૧૬ના આખરી મહિનાઓમાં તમિયતને કારણે બુદ્ધિધનભાઈ ને મુંબઈથી રાજકાટ રહેવાનું થયું હતું. હૃદયની બીમારી હતી જેમાં દદી ને પૂરા આરામ જ રાખવા પડે. ચડવા-ઊતરવામાં પૂરુ' જોખમ ગણાય. હરફર કરવાનુ તે પણ માપીને. બેત્રણ વર્ષ થી ઓછાવત્તા પ્રમાણમાં વ્યાધિએ પણ ઘર કરેલું; તે ચિત્ ઉગ્ર રૂપમાં પણ થઈ આવે. શરીર સંબંધમાં શ્રી બુદ્ધિધનભાઈની આવી સ્થિતિ રહ્યા કરતી. સગવડ સાચવવામાં, રાખવામાં, ઉપચાર કરવામાં કાઈ સ`કાચ નહીં, કેાઈ તાણુ નહીં. ઘણી મેાકળાશ. આવી વિપુલ સામગ્રીના ધણી, સમજુ વિચારવાન ગણાતા દી', સંવત ૨૦૧૬માં કાર્તિક પૂર્ણિમા પર રાજકાટથી વવાણિયા આવવાના મનસૂબા કરે છે, કાડ સેવે છે. મક્કમ વિચારથી સ્વજનાને
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૦૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
જણાવે છે, “ ગમે તેમ થાય, આ વખતે પૂર્ણિમા વવાણિયા જ કરવી છે—તમે હા પાડશો કે ના પાડશો તો પણ આ પૂનમ વવાણિયા કરવી જ છે.” આવે સમયે ઇરછવાયોગ્ય વિધિ એટલે ડૉક્ટરની પરમીટ (રજા) લેવી જોઈએ અને તેમ થાય એટલે સમાધાન રહે. પણ જે થવા યોગ્ય હોય તે જ બધી વિધિ અનુકૂળ થાય. ઠેકટરને બતાવ્યું. તેમના કહ્યા પ્રમાણે “કાડિયેગ્રામ’ કઢાવ્યા. બહુ જ સારો આવ્યો અને ડૉકટરે કહ્યું, “ પંદર દિવસ ખુશીથી રહી આવો.” ઘણી વાર અંતરનાં વેણ કેાણ બોલાવે છે તેની કોઈ બોલનારને પણ ખબર હોતી નથી. એની અંતરિક્ષ વાણીથી પતે કહે, “ ત્રણ દિવસ રોકાવું છે.” મિત્ર આવ્યા તેને કહે, “ આપણને પરમીટ મળી ગઈ. ભગવાન બોલાવે ત્યાં કોણ રોકનાર છે ? ” તેરસે નીકળી દહીંસરા આવ્યા. મૈટરની સગવડ રખાવી હતી તેમાં વવાણિયા આવ્યા. મૅટરથી મંદિરની પ્રદક્ષિણા કરીને પોતે અંદર આવ્યા. તે વખતનો તેમને આનંદ, ઉલ્લાસ જ અનેરો હતા—અવશ્ય હતો. પ્રભુને ભેટવા જાણે ન આવ્યા હોય !
‘પરમકૃપાળુ પ્રભુ નમું, અહો પ્રગટ મહાવીર;
શ્રીમદ્ રાજચંદ્ર પદે, ધરું શ્રીફળ નિજશિર.' મંદિરમાં આવતાં જ આ ભક્તિભાવનાથી ઉત્કંઠાપૂર્વક પ્રભુના ચરણમાં શિર ઝુકાવી દીધું. તેની અંતર ઇચ્છાની ભક્તિ સમજીને તેની ભક્તિની સુવાસ સ્વજનોમાં પ્રસરી રહે, તેનું જીવન ધન્ય બને, તેની પુણ્યસ્મૃતિ ખેદ અને શાકને સ્થાને સૌને પ્રભુભક્તિમાં, સદ્દવિચારમાં, ધુમ ધ્યાનમાં રહે, પ્રેરે, એવા એવા ગહન, અતિ ગહન ભાવે એ તો એ જ જાણે ! ભક્તવત્સલ ભગવંતે જાણે તેને સંદેશ ન સાંભળ્યો હોય ! તે અંતરિક્ષ સંદેશાને ઝીલી નાજુક ભયભરેલી પરિસ્થિતિમાં પણ વવાણિયા આવવાના–પ્રભુદશન પામવાના – કોડ હતા.
આ વખતના એમના વર્તનમાં અને સમાગમમાં કોઈ અનેરા ઉત્સાહ વરતાતો હતો. તેઓ જાણે શરીરને ભૂલી ગયા ન હોય ! અધી દેખરેખ જાતે રાખવાની જ તમન્ના તેમને હતી. આવેલા સૌ મહેમાનોની વ્યવસ્થા જોઈ કંદોઈ ને બોલાવી પોતે જ બધી
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૦૩
wwwwwwwww
wwwwww
ઃ
ઃઃ
સૂચના કરી. ચૌદસના આખા દિવસે મહેમાના માટે ચાગ્ય વ્યવસ્થા કરાવી. રાત્રે પણ પાતે સૂતા હતા, ત્યાં પ્રભુનાં ગુણગાન સાંભળ્યાં. બીજે દિવસે પણ તેમ જ ભક્તિ ચાલુ રાખવાનું કહ્યું. પેાતાનું ચિત્ત બધા સમય આમ ભક્તિમય જ રહ્યું. પૂર્ણિમાએ સવારે છ વાગ્યામાં નાહીને તૈયાર થઈ ને એ પ્રકારે પાળી ઉપર બેઠા કે જ્યાંથી બધા મહેમાનેાનું ધ્યાન રહી શકે. મેં કહ્યું, “ ભાઈ, થાકી જશે.” પોતે કહે, “હવે સારું છે; આનંદ છે.” સ મહેમાને ચાપાણી લઈને પછી નાહીને પરવાર્યા. કાઈ ને કાંઈ અગવડ ન પડે ત્યાં સુધી બધાનું ધ્યાન રાખ્યુ. ત્યાર પછી ગુરુમદિરની ચાલીમાં સીડી છે ત્યાં પાળ ઉપર બેઠા. સને પ્રેમભાવથી મળી વાતચીત કરી. મે ́ કહ્યું, “ ભાઈ, ખુરસી લઈ ને બેસા તા? ” તા કહે, “ મારે મેાટાઈ નથી જોઈતી.” કાઈ એ કહ્યું, “ ભાઈ, થાકી જશેા?” પાતે કહે, ‘થાકી જઈશું તે ભગવાન પાસે લાંબા થઈ સૂઈ જઈશું.” · સ્નાત્રપૂજા ” ભણાવવાની તૈયારી અધી તેમનાં પત્ની સુધાબહેને કરી. ભગવાનને સિંહાસન પર પધરાવ્યા. ત્યાંથી સર્વ ક્રિયા કર્યા પછી શાંતિકળશ સુધાબહેને કર્યાં. પેાતે પણ સ્નાત્રપૂજા ’અંગે હાથે નાડાછડી બંધાવી, આખાએ (ચિ. રાજેશે) આરતી ઉતારી, ચામર ઢોળ્યા. આ અધાનુ પાતે ઊભા ઊભા નિરીક્ષણ કર્યું.... તે પછી રથયાત્રા નીકળી, તે જોઈ ને તેમને ઘણા જ ઉલ્લાસભર્યા આનદ થયા. જાણે પોતે ભગવાનનું સાંનિધ્ય – નિકટતા અનુભવતા હાય તેવા આનદ વરતાતા હતા. રથયાત્રા નીકળ્યા બાદ તેઓ જિનાલય-ગુરુમંદિરમાં સ ચિત્રપટાનાં દર્શન કરી, ચૌમુખીને પ્રદક્ષિણા કરી, મહાર મદિરની પ્રદક્ષિણા કરી, મહેમાનેા માટે તૈયાર કરાવેલી મીઠાઈ વગેરે ચીજો ખરાબર છે કે નહીં તે જોઈ તપાસી લીધી. ત્યાર પછી રથયાત્રા પાછી આવી. પ્રભુ મંદિરમાં પધરાવ્યા તે સઘળાનુ નિરીક્ષણ કર્યું.... ખાદ પોતે જરા આરામ લઈ ભાજન કર્યું. મહેમાનેાની બરાબર સંભાળ રાખવાની,સરખી રીતે જમાડવાની સૂચના કરી. મહેમાને હવે લગભગ જમી રહેવા આવ્યા હતા અને પાતે ‘શ્રીમદ્ રાજચદ્ર' ગ્રંથ સાથે આવેલા મિત્રને વાંચવા આપ્યા. એક પેાતાની પાસે રાખ્યા. અને મિત્રને સમજાવે છે, “પ્રભુનું નામ લેતી વખતે મન શુદ્ધ હેાવુ' જોઈ એ. સ`કલ્પ
C
:
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૦૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
www
wwwwwwww
વિકલ્પ ન થવા જોઈ એ. જડ અને ચેતનની ભિન્નતા જાણે તેને મેક્ષ છે.” આમ પરમા કથા થાય છે ત્યાં..............
ચિહ્નો કર્યા', શરીરે વિકૃતિ આવી, સ્વાભાવિકમાંથી અસ્વાભાવિક ક્રમ થયા. પ્રભુના પ્રત્યક્ષ દર્શીને તેના તેડાને ઝીલવાના ક્રમ આવી પહેાંચ્યા. શરીરે પસીને વળવા માંડયો. માથું પ્રભુના ચરણ તરફ ફેરવી દીધુ, અને ‘વચનામૃત' ગ્રંથ જમણી ખાજુ મૂકો. ઘેાડી વારમાં પસીનાનું પ્રમાણ વધતું ગયુ. વધુ ને વધુ પસીનેા થવા લાગ્યા. સુધાબહેને દવા આપવાનું કર્યું. પાતે કહે છે, “હવે એ બંધ કરો. મને ભગવાન આગળ જવા દો.” અને તેમ કહ્યા પછી તેમનેા પવિત્ર આત્મા સદાને માટે આ પાર્થિવ દેહ છેાડી ચાલ્યા ગયા. કયાં ગયા ? નથી કેાઈના ઉપર કે સ્વજને તરફ લક્ષ આપ્યું. એક ભગવાન! ભગવાન! તેની ભક્તિમાં જ તેનું મન લીન ખની ગયું.
પૂ. દાદાશ્રી રણછેડલાલભાઈ એ પરમકૃપાળુ દેવને એક લેખ કે કોઈ સુવાકચ માટે પૂછતાં પરમકૃપાળુ દેવે જણાવ્યું હતું કે “ ભાવનાસિદ્ધિ ’નિઃશક એને આત્મા આ સિદ્ધિને વચ્ચે અને ઊધ્વગામી થઈ પ્રભુને પંથે પરવર્યા.
“શું પ્રભુચરણ કને ધરુ, આત્માથી સૌ હીન; તે તે પ્રભુએ આપીએ, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તા પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુને દીન,”
કેવું દિવ્ય પરલેાકગમન ! એ દિવ્ય દર્શને જનાર, પવિત્ર સ્મૃતિ મૂકી જનાર આત્માને વંદન હા! પરમાત્મરૂપ બની જનારને પુનિત વદન હા !
મહેમાનેા અને સૌ જમી પરવાર્યા હતા. મહેાત્સવને બધા પ્રસ’ગ સરળ રીતે ઉજવાઈ ગયા હતા. એવુ દિવ્ય પરલેાકગમન કાઈ ને કાઈ પ્રકારે અંતરાયરૂપ થયું ન હતું. ભગવાનની એના પર પૂર્ણ કૃપા હતી અને તેવી જ સ્વજને પર! શાક, ખેદ અને દુઃખમય આ ધ્યાનરૂપ જે સ્મૃતિ તે રૂપાંતર થઈ, તેના સ્વર્ગ
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૦૫
wwwwwwww
wwwwwwwww
વાસની સ્મૃતિ મ’ગલમય, શુભ ચિંતનમાં જોડનાર, ધમ ધ્યાનમાં પ્રેરનાર, પરમકૃપાળુ પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિમાં વૃદ્ધિ કરનાર થયાં, નાસ્તિકને આસ્તિક બનાવનાર થયાં. સ્વજને સૌને પવિત્ર સધમ માના ઉપદેષ્ટા શ્રીમદ્ ભગવાનમાં ઉત્તમ પ્રતીતિ ઉપજાવનાર, ધારણ કરાવનાર થયાં. એને દિવ્ય મૂક સંદેશ સૌને પ્રભુપંથે વાળવા, તેમાં સ્થિર થવા, તે અર્થે કાર્ય કરવામાં, વવાણિયા તીર્થ ભૂમિની સંભાળ લેવામાં, ‘ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન’ની ઉજ્જવળતા અને ઉત્ક સાધવામાં, એક કર્તવ્યપાઠ શીખવનાર થયા.
:
એ વખતના એ દિવ્ય સ્વર્ગવાસ વેળાના એના સર્વ સંચાગે કેવા પવિત્ર બન્યા હતા ! એની સ ચર્યા, એના વચનનું પ્રકાશવું, એની ધૈય શક્તિ, એની મક્કમતા, સુદૃઢતા અને એના અંતરપરિણામ—એ સઘળુ કેવું અપૂર્વ હતુ...! માટુ—માટું ભાગ્ય ! એ જ ઉક્તિ ખસ થાએ! વૈખરી વાણી એનાથી વધુ શું વ્યક્ત કરી શકે?
શ્રીમદ્ ભગવાન પ્રત્યે સાચી પ્રેમ-ભક્તિ આરાધવા આપણે સચેત રહીએ એ જ બુદ્ધિધનભાઈની પુણ્યસ્મૃતિની સાકતા છે. છેલ્લા વખતના તેના ચહેરાના પ્રભાવ પણ કાઈ જુદા તેજસ્વી દેખાતા હતા! છેલ્લા બે મહિના તેને ઊંઘ ન આવે ત્યારે ‘નવકાર’ સભળાવવા કહે અને તે પ્રમાણે લાંબે વખત સભળાવીએ ત્યારે શાન્તિથી સૂઈ જાય. પરમકૃપાળુ પ્રભુના કથન અનુસાર :
“શુભ ભાવ વડે મન શુદ્ધ કરી, નવકાર પત્રને સમરે; નહિ એહ સમાન સુમંત્ર કહેા, ભજીને ભગવ ́ત ભવ’ત લહેા ’ ભવના અંતનુ, દુઃખક્ષયનું, કારણ ભગવાનનું નામ જ. તેનું ભજન એ જ પ્રિય કર્તવ્ય હેાય છે.
તેણે તેનું કામ સાધી લીધું. વસ્ત્ર દેહથી જુદુ છે તેમ દેહને જુદા જાણી હસતે ચહેરે તેનાથી આત્મા પાતે છૂટા થયા, ઊર્ધ્વગામી અન્યા. ભગવદ્ ગતિ અનુસર્યા. પાછળ પત્ની અને પાંચ વર્ષના પુત્ર રાજેશ છે. તેઓમાં પણ તેનાં શુભ સ’સ્કાર દર્શન દે છે. બહેન
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૦૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
WWWWW.
wwwwwwwww
સુધા પણ એ સદગત આત્માની સ્મૃતિ તાજી રાખી તેમના આશયને અનુસરવા પ્રયત્નશીલ છે. વચનામૃતને આશ્રય રાખી શાંતિપૂર્વક પ્રભુભક્તિમાં ઉદ્યમવંત છે. રાજેશને પણ તેમ જ સુસ સ્કારિત કરવા ધ્યાન આપે છે. તીર્થભૂમિ વવાણિયા અને પ્રકારે પુણ્યસ્મૃતિરૂપ છે. અને એ પવિત્ર તીર્થ પ્રત્યે એમને આદર અને ભક્તિ છે.
બુદ્ધિધનભાઈના નાના ભાઈ એ—પ્રફુલ્લભાઈ તથા મનુભાઈ ‘શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન'ની પ્રેમપૂર્વક સંભાળ રાખે છે.
કેવુ' અતિ આશ્ચય છે! કેવી આશ્ચર્યજનક ગૂઢ ઘટના છે! જે સ્થળેથી સવારે રથયાત્રા, પ્રભુના ગુણગાન, હ અને આનંદપૂર્ણાંક પ્રભુતુલ્ય પિતાના જન્માત્સવ ઉજવાય છે તે જ દિવસે અને તે જ રસ્તે માટા એવા પ્રિય પુત્રની નનામી! એ માતા તરીકેનુ અંતરદર્શન પામવું એ પણ એક પુણ્યલાભ છે. સસ્કારી આત્માઓને પ્રાપ્ત થતા આવા પ્રસ`ગ એ એક કસેાટીનેા પ્રસંગ ગણાય. તેમનું અંતરવેદન જાણવા અને સમજવા યાગ્ય છે. આવે સમયે હૃદયનુ અંતર-મંથન ચાલ્યા જ કરતું હાય છે, પ્રભુભક્તિના ભાવા ઊભરાયા કરે છે. પ્રભુઉપર્દિષ્ટ સંસારની અનિત્યતા, અસારતા, અશરણુતાના ભાવાનુ ચિ’તન ખળ કરે છે અને પ્રભુને ઉપકાર અતિ અતિ વેદાય છે. ઉપરાંત પણ પ્રભુમાં પ્રીતિ કરાવનાર, ભક્તિમાં વૃદ્ધિ કરાવી સન્માગ માં દેારનાર, એ જ શુદ્ધ મા માં સ્થિતિ કરનાર સજ્જન પુરુષોના સત્સંગ અને તેઓથી થયેલ ઉપકાર બહુ બહુ સાંભરે છે. અંતરમાં નમ્રતાના, દીનતાના, એકરૂપતાના અર્થાત્ નિરહકારતાના ભાવા વિશેષ સ્ફુરે છે અને સર્વાંમાં, સકૃતિમાં શ્રી પ્રભુનું સાક્ષાત્પણું તથા તેના જ ઉપકાર વેદાય છે. તેને માથે રાખી ‘પાતાપણુ’’ ગળે છે, ગાળવા ઉત્સુકતા થાય છે. અને આ રીતે શાકથી, ખેઢથી રહિત થવાય છે અને પ્રભુમયતાને અનિર્વચનીય આનંદ અનુભવાય છેઃ
*
નાથ ! અમે કર્યાનુ અભિમાન વેદીએ એ અમારી અજ્ઞાનતા છે. ખરી કૃપા આપની! આપનામાં સાચી શ્રદ્ધા હોય તેા અમે ભવસાગરમાં ન છૂડીએ. એ વસ્તુ ભાઈ બુદ્ધિધનભાઈ એ સાબિત
Page #154
--------------------------------------------------------------------------
________________
wwwwwww
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૦૭
www કરી બતાવી છે. બાકી તો પ્રભુ ! મારી કસોટી તો ઘણી થાય છે. મારામાં કથા શક્તિ હતી કે એ કસોટીમાંથી હું પાર પામી શકું? આપ શક્તિ આપજે. હે પ્રભુ ! શું કરું તે સૂઝતું નથી. એક બાજુ પરમાત્માસ્વરૂપે પિતાને જન્મદિવસ કારતક સુદ ૧૫ ને રવિવાર–તે જ દિવસ ફરી આવ્યા અને તે જ દિવસે જ્યેષ્ઠ પુત્રનું સમાધિમૃત્યુ ! હે પ્રભુ ! મારા જેવાની આ કસોટી સામાન્ય કેટિની નથી. એક બાજુ ધજાઓ બાંધી છે, સવારથી બપોર સુધી ઢોલ-નગારાં વાગે છે, ને બીજી બાજુ અપરના પુત્રવિયોગના દુઃખના ધ્વનિ ! એક બાજુ જ્ઞાનમંદિરમાં ભક્તિની છોળો ઊછળે છે, ત્યારે એ જ જ્ઞાનમંદિર સામે સાંજના પુત્રને અગ્નિસંસ્કાર થાય છે ! જે રસ્તેથી પ્રભુની રથયાત્રા આવી તે રસ્તેથી પુત્રની સમશાનયાત્રા ગઈ! જેણે પ્રભુની પાલખી લીધી તેને પુત્રને ખાંધે લઈ અગ્નિસંસ્કાર કરવાનું સજા યુ'! હે પ્રભુ ! મુજ પામરનું શું ગજુ કે આ તારી અકળ ગતિ સમજું ? મારા નાથ ! આપ જ આ કસોટીમાંથી પસાર થવાનો રસ્તો દેખાડશો. હુ પામરનું મન કેમ ધીરજ રાખે ? પણ આપનાં વચને કેાઈ અનન્ય, અપૂર્વ એવી અદ્રષ્ટ શક્તિ આપતાં હોય તેવી મને અનુભૂતિ થાય છે. મારા પ્રભુ ! આપની કૃપાથી સંસારસમુદ્ર પાર ઊતરુ અને આપના ચરણોમાં આવીને સ્થિતિ કરુ' એ જ પ્રાર્થના કરું છું અને જાણે આપ મારી પ્રાર્થના સાંભળતા હો તેવી આંતરપ્રતીતિનો અનુભવ પણ કરું છું. મારી અકથ્ય વેદનાને જાણે તમે ભક્તિના આનંદમાં રૂપાંતર કરી ન હોય તેવી નિગૂઢ લાગણી અનુભવું છું.”
Page #155
--------------------------------------------------------------------------
________________
શ્રીયુત ભેગીભાઈ
ઇડરવાળા
પૂજ્ય ભાઈશ્રી પોપટલાલભાઈ મહેકમચંદના દેહવિલય પછી તેમના પુત્ર શ્રી ભેગીભાઈ વડવાતીર્થનો વહીવટ સંભાળતા હતા. તેમને પરમકૃપાળુ દેવ પ્રત્યે પ્રેમ તથા ભક્તિ બહુ જ છે. વડવામાં ઘણો વખત રહ્યા પછી તેમને એકાંતમાં રહેવાનો વિચાર થતાં ઇડરમાં રહેવાની ભાવના થઈ.
લીંબડીવાળા મનસુખભાઈ દેવશીના પુત્ર ગિરધરભાઈના સાથથી ઇડર ‘શ્રીમદ્ રાજચંદ્ર વિહારભુવન’ બંધાવ્યું. ત્યાં પરમકૃપાળુ દેવનાં પગલાંની સ્થાપના કરી. અત્યારે તેઓ એકાંતમાં રહીને ભક્તિભાવ કરી જીવનને સાર્થક કરી રહ્યા છે. તેઓશ્રીને પરમકૃપાળુ દેવની જન્મભૂમિ પ્રત્યે ઘણી પ્રીતિ–ભક્તિ છે. ‘રાજભુવન’ના ખાતમુહૂત વખતે તેઓની હાજરી હતી. પ્રતિષ્ઠા વખતે પણ તેઓ અગાઉથી હાજર રહ્યા હતા. સૌને સલાહસૂચના આપી ઉ૯લાસ ભાવમાં રહેવા પ્રેરણા કરતા હતા. તે વખતનો તેમના ઉત્સાહ ઘણો જ હતા.
પ્રભુનું જન્મસ્થાન તેઓને માટે અપૂર્વ વસ્તુ હતી. પ્રતિષ્ઠા ખૂબ આનંદથી ઉજવાઈ. પ્રતિષ્ઠા પછી તેઓ દર પૂનમે અહીં જન્મસ્થાનમાં આવી ઉલ્લાસપૂર્વક ભક્તિભાવ કરતા. છેલ્લાં આઠ વરસ થયા તબિયતના કારણે પૂનમ ઉપર આવી શકતા નથી. પણ શરીરની અનુકૂળતાએ વર્ષમાં એકાદ વખત જરૂર આવી જાય છે, તેથી સૌને ખૂબ આનંદ થાય છે. તેઓની ભક્તિમાં દિનપ્રતિદિન વૃદ્ધિ થાઓ એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
ભાઈ અમૃતલાલ મ,
પરીખ
શ્રી અમૃતભાઈ ને પ. પૂજ્ય ભાઈશ્રી પોપટલાલભાઈને પરિચય ડૉ. ચિમનલાલ તથા ડો. નરોત્તમભાઈ કાપડિયાની પ્રેરણાથી વડેવાતીર્થે થયા. ત્યાં તેઓશ્રીના પ્રથમ પરિચયે જ પ્રભુકૃપાએ કઈ પૂર્વસંસ્કારથી પૂજ્ય ભાઈશ્રી પ્રત્યે અપૂર્વ ભાવ તેમને આવ્યા, અને એ તીર્થ માં પૂ. ભાઈશ્રીના સાંનિધ્યમાં સત્સંગસ્વાધ્યાય અર્થે વખતોવખત જવું થતું અને ત્યાં રહેવાનું થતું. પૂજ્ય ભાઈશ્રીના પરમસત્સંગયેાગે શ્રી પરમકૃપાળુ દેવ પ્રત્યે અને તેઓના ઉપદિષ્ટ વચનામૃત પ્રત્યે પ્રીતિ-ભક્તિ, શ્રદ્ધા વિશેષ દૃઢ થયાં. શ્રી વચનામૃતના સ્વાધ્યાય, ચિંતન-મનન એ જ એક તેમનું લક્ષ રહ્યું. પૃ. ભાઈશ્રીના દેહવિલય બાદ તેમણે મોટે ભાગે વડવામાં રહેવાનું રાખ્યું અને ત્યાં આવતા મુમુક્ષુ ભાઈ-બહેનોને સ્વાધ્યાય-સત્સંગનો સારો લાભ મળતાં તેઓ વચનામૃતના વાચનમનનમાં વધુ રસ લેતા થયા છે અને એમ તેમના સમાગમથી અનેક ભાઈબહેનો પરમ પ્રભુ પરમકૃપાળુ દેવમાં ભક્તિનિષ્ક થઈ આજે પોતાનું જીવન સાર્થક કરી રહ્યાં છે. વર્તમાનમાં શ્રી વડવાતીર્થમાં તથા પ્રભુના જન્મસ્થાન શ્રી વવાણિયાતી માં સ્વાધ્યાય-વાચન દ્વારા શ્રી અમૃતભાઈ સી મુમુક્ષુ આત્માઓને પરમકૃપાળુ દેવ પ્રત્યે પ્રીતિ-ભક્તિ કરાવી રહ્યા છે. આ રીતે ઘણા જેને માટે તેઓ ભક્તિના નિમિત્તરૂપ બની રહ્યા છે. મને તેમના પ્રત્યે ઘણો જ આદર છે. મારા અંતરની તેમના પ્રત્યે આશિષ છે કે તેમનું આરોગ્ય સચવાઈ રહે અને તેઓ આધ્યાત્મિક જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધી અન્ય સૌ મુમુક્ષુ આત્માઓને પ્રેરણાદાયક બની રહે, તથા એમની ઉત્તમ ભાવના
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૧૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
પ્રમાણે પરમકૃપાળુ દેવ પ્રત્યે તથા જન્મસ્થાન “શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન” પ્રત્યે નિરંતર સૌની પ્રીતિ–ભક્તિ વધતી રહે. અનેક લોકેમાં શ્રીમદ્ ભક્તિ જાગ્રત કરવાનું અને તેને પોષવાનું પુણ્યકાર્ય કરવા માટે જ જાણે જીવન જીવી રહ્યા હોય તેમ પિતાનું અને અન્યનું કલ્યાણ સાધી રહ્યા છે. તે કાર્યનું તેમનું મુખ્ય સ્થાન “શ્રીમદ્ રાજચંદ્ર ભુવન” રહ્યું છે. એમની સેવાભક્તિ ઉત્તરોત્તર પાંગરી રહો એવા મારા આશીર્વાદ છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
ડૉ. નરોત્તમદાસ ચુનીલાલ કાપડિયા
રાણપુર
શ્રી ડૉક્ટર સાહેબ નરોત્તમદાસ ચુનીલાલ કાપડિયા મૂળ લીંબડીના રહીશ. હાલ રાણપુરમાં અને વચ્ચે અમુક સમય સુધી, ગોધરા મુકામે તેઓશ્રીનું દવાખાનું હતું. ત્યાં શ્રી ચીમનલાલ ડૉકટરની પ્રેરણાથી તેઓશ્રીને અવારનવાર શ્રી અમૃતભાઈ સાથે શ્રી વડવાતીર્થ જવાનું બનતું. ત્યાં પૂ. ભાઈશ્રી પોપટલાલભાઈના સત્સમાગમથી પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીમાં ભક્તિ ઉત્પન્ન થઈ. તેમણે વચનામૃતનું પાન કરી શ્રીમદ્ ભક્તિને સુદઢ કરી છે.
ગોધરાથી દવાખાનું બંધ કરી શ્રી નરોત્તમભાઈ રાણપુર ગયા. પરમપૂજ્ય ભાઈશ્રી પોપટલાલભાઈના દેહોત્સર્ગ પછી શ્રી વડવાતીથે જવાનું ઓછું બનતું. તેમણે અમુક સમય સુધી દવાખાનાના વ્યવસાય ચાલુ રાખ્યા. ત્યાર બાદ નિવૃત્ત થવાની ભાવના થતાં દવાખાનું બંધ કર્યું. શ્રી વડવાતીથે અવારનવાર તેમને જવાનું બનતુ'. ત્યાં ભાઈ અમૃતભાઈના પરિચયથી અને પ્રેરણાથી શ્રી વવાણિયાતીર્થે તેઓશ્રીને અવારનવાર આવવાનું થતું. તે અરસામાં શ્રી અમૃતભાઈને શ્રી વવાણિયાતીર્થ દીધું સમય સુધી રહેવાનું થયું. તે સમય દરમ્યાન શ્રી નરોત્તમભાઈ પણ અમુક વખત અહી વધારે સ્થિરતા કરતા. ત્યાર બાદ ભાઈ અમૃતભાઈને શ્રી વડવાતીથ રહેવાનું વિશેષ બનતાં મારા મનને એમ રહેતું કે અત્રે કોઈ સ્વાધ્યાય વાચનના રોગ હોય તો અહી જીવાને જાગૃતિ રહે. પ્રભુકૃપાએ ડોક્ટર સાહેબને પ્રેરણા થઈ અને મારા સતોષ ખાતર તથા અત્રે સ્વાધ્યાય સત્સંગની ઉજજવળતા રહે તેને ધ્યાનમાં લઈ તેઓશ્રીએ અત્રે વિશેષ સ્થિતિ કરી રહેવાનું રાખ્યું. પોતે ડોકટરી અભ્યાસના અનુભવી હોવાથી નિઃસ્પૃહભાવે
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૧૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જનમભુવન
www
wઅને
ગામવાસીઓને તથા આજુબાજુનાં આઠદસ ગામના ભાઈ એને પણ સારી રીતે સહાયભૂત થયા છે અને થાય છે. તેથી સંસ્થાની ઉજજ્વળતા વૃદ્ધિ પામી છે. અને ઘણાં માણસો-મન અને તનનાં રાગીઓ –તેમનો લાભ લઈ રહ્યાં છે. તેઓની નિઃસ્પૃહ ભક્તિ, સરળતા, લઘુતા, નમ્રતા આદિ ગુણો સૌ ઉપર છાપ પાડે છે એથી મારા મનને ઘણા સ તોષનું કારણ થયું છે. આ નિઃસ્પૃહ સેવા કરવાની શક્તિમાં પ્રભુ દિનપ્રતિદિન ખૂબ જ વૃદ્ધિ કરી એ જ પ્રભુને પ્રાર્થના છે.
Page #160
--------------------------------------------------------------------------
Page #161
--------------------------------------------------------------------------
________________
સ્વ. પૂ. શ્રી છગનભાઈ જન્મ : મહા સુદ ૧૨, ૧૯૪૬ દેહવિલય : ચૈત્ર વદ ૨, ૧૯૬૫
Page #162
--------------------------------------------------------------------------
________________
સદગત ભાઈ છગનલાલ
- જીવનચરિત્ર તે તેનું લખાય કે જેના જીવનદ્વારા સમાજને કોઈને કોઈ રીતે ગણનાપાત્ર લાભ થય હાય. સાર્વજનિક ઉન્નતિ માટેની પ્રેરણા આપનાર વ્યક્તિઓનાં જીવનચરિત્રો લખાય તે ઇષ્ટ . છે કારણ કે તેથી સમાજ સંસ્કારપુષ્ટ બને છે. ભાઈ છગનલાલનું આલજીવન આવા કોઈ સામાજિક હિતપ્રદાનના દાવા વગરનું હોવા છતાં પણ ઉલ્લેખનીય બને છે, કારણ કે એની જીવનરીતિમાં સંસ્કારિતા સ્વાભાવિકપણે પ્રગટ થાય છે.
જેઓ આત્મવાદને માનનારા છે તેઓ એમ માને છે કે આત્માની કોઈ પ્રકારે પ્રતીતિ થાય કે તેની ચમત્કૃતિ જણાય તો તે પ્રકારને પ્રસિદ્ધિમાં લાવવાથી સમાજોપયોગી સાર્વજનિક સંસ્કારલાભ ઉત્પન્ન થાય છે. ભાઈ છગનલાલની જીવનરીતિથી આત્મા સંબધી કોઈ પ્રકારના લાભ થયેલા પ્રત્યક્ષ દેખાય છે એવી પ્રતીતિ થવાથી તેમની આછેરી જીવનરેખા અત્રે આપવામાં આવે છે.
પ્રસ્તુત ચરિત્ર-આલેખનમાં ચરિત્રનાયક અને ચરિત્રલેખક વચ્ચેના સંબંધ એવા પ્રકારની છે કે તેમાં મેહને લીધે ઉત્પન્ન થયેલ સ્નેહભાવ ઘણો પ્રબળ છે. એટલે જ્યાં જ્યાં એને મેહભાવ દેખાય ત્યાં ત્યાં તેને દરગુજર કરીને ચરિત્રમાંથી જે કાંઈ ગ્રહણ કરવા જેવું લાગે તેના પ્રત્યે જ લક્ષ રાખવા વિનંતી છે.
ભાઈ છગનલાલ શ્રીમદ્ રાજચંદ્રના પુત્ર અને મારા ભત્રીજા થાય. તેમનો જન્મ સંવત ૧૯૪૬ના મહા સુદ બારશને રોજ મોરબીમાં થયો હતો અને સંવત ૧૯૯૫ના ચૈત્ર વદ બીજ ને
શ્રી. ૮
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૧૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
w
બુધવારના રોજ વીસ વર્ષની તરુણ વયે મોરબીમાં જ સવારે સાત વાગ્યે એમનું નિધન થયું હતું.
શ્રીમદ્ રાજચંદ્ર સં. ૧૫૭ના ચૈત્ર વદ પાંચમને રોજ ૩૩ વર્ષની યુવાન વયે દેહોત્સર્ગ કરી આપણી વચ્ચેથી ચાલી નીકળ્યા. એ વખતે ભાઈ છગનલાલની ઉમર માત્ર ૧૧ વર્ષની હતી. તેઓશ્રીનું લક્ષ પરમાર્થ તરફ જ હોઈને તેમણે ખરુ' કહીએ તો પિતાના સંસાર સંબંધમાં ઉદાસીનતા જ સેવી હતી અને તેથી બાલપણુથી જ ઘણુ ખરુ ભાઈ છગનલાલની સંભાળ રાખવાનું કામ આ ચરિત્રલેખક-તેના દુખી કાકા-ઉપર આવી પડયું હતું. ભાઈ છગનલાલને સળગે વર્ષે વિદ્યાભ્યાસ બંધ કરવાનું અનિવાર્ય બનતાં મેટ્રિકના વર્ગમાં દાખલ થઈને તેમણે વિદ્યાભ્યાસ બંધ કર્યો.
ભાઈ છગનલાલ છે – સાત વર્ષના હતા ત્યારથી જ તેના પિતા – શ્રીમદ્ રાજચંદ્ર-તેને “છગનશાસ્ત્રી ” એવા રહસ્યસૂચક નામથી બોલાવતા. તે નામ પૂજ્ય ગાંધીજીની સ્મૃતિમાં પણ હતું. સંવત ૧૯૬૧-૬૨માં કઈ પૂર્વના પાપગે અંદરઅંદરના સગાસંબંધીઓથી ચાલતી વેપારી પેઢીને અંગે હાઈકોર્ટમાં માટે ખર્ચાળ ખટલો ઊભો થયો. આ લેશનું પૂરુ' સ્વરૂપ અહીં ન આલેખતાં માત્ર એટલું જ જણાવીશ કે તે અંગે ભાઈ છગનલાલને કાકાની સહાયમાં રહેવાની અનિવાર્ય જરૂર પડી.
સોળ સત્તર વર્ષના તરુણનું' આ વખતે કેવું દઢ મનોબળ હતું તેમ જ તેમની કેટલી શક્તિ હતી તેની પ્રતીતિ આ ખટલામાં રોકાયેલા આ પક્ષના વકીલોને પણ થઈ ગઈ હતી. કાકા-ભત્રીજા વચ્ચેના સુંદર સંબંધનો ઉલ્લેખ એમાંના એક ઉચ્ચ કેળવણી પામેલા મહાનુભાવે ભાઈ છગનલાલ સંબંધી તેમના અવસાન પછી જે આશ્વાસનપત્ર લખેલો તેમાં વ્યક્ત થાય છે :
આપે એક પુત્ર તરીકે પાળીને, વળી પુત્ર કરતાં પણ અધિકતર લાલન આપીને સંતાન તરીકે ઉછેરી અનેક આશાઓને હૃદયમાં સ્થાન આપ્યું હશે. તેઓશ્રીએ પણ આપને પિતાતુલ્ય માની, સંકટ સમયે પ્રતિકૂળ આદેશ હોવા છતાં છેવટ સુધી બાળક તરીકે પોતાનો ધર્મ અવિચ્છિન્ન નેહ ને આદરથી પૂરેપૂરી
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૧૫
ww
રીતે ખજાવ્યા હતા. પરંતુ આવેા સ્નેહ નિર ંતર નિભાવવાનુ સર્જનહારની ઇચ્છાને પ્રતિકૂળ હશે તે તેના હાલના કાર્યથી
સમજાઈ શકે છે. ’’
આ ખટલાનું સમાધાન ઘણી વિપત્તિએ વેટચા પછી સવત ૧૯૬૪ના અંતમાં આવ્યું. આ કેસ ચાલ્યા તે દરમ્યાન છગનલાલે ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલાં ધર્મનીતિને લગતાં ઘણાં બધાં પુસ્તક વાંચી નાખ્યાં . તેમ જ પેાતાના પિતાનાં વચનામૃતાના સંગ્રહરૂપ ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથનુ તે એવું ઊંડું અધ્યયન કર્યું. કે તેના કયા પૃષ્ઠ પર કયા વિષય છે તે સુદ્ધાં તેને જિવાત્રે હતું.
ભાઈ છગનલાલે સંખ્યાબંધ પુસ્તક વાંચેલાં તેમાં ‘ રામાયણ ’, ‘ મહાભારત ’ અને ‘ શ્રીમદ્ રાજચંદ્ર’ એ ત્રણ ગ્રંથા તેને અત્યંત પ્રિય હતા. તેમાં પણ શ્રીમદ્ રાજચંદ્ર' અને ‘રામાયણ ’ વિશેષ પ્રિય હતા. આપણે એમ કહી શકીએ કે · શ્રીમદ્ રાજચંદ્ર' અને ‘રામાયણ’ એ એ ગ્રંથા તેના ચારિત્ર્ય-ઘડતરના બે મુખ્ય ઘટક 'શેા હતા.
6
સવત ૧૯૬૪ની મધ્યમાં આ લખનારે એટલે કે કાકાએ ભત્રીજાને વેપારમાં કેળવવાના ઉદ્દેશથી ભત્રીજા-કાકાના નામવાળા વેપારને વહીવટ શરૂ કર્યાં. ઉપરાક્ત ખટલાના સ’. ૧૯૬૪ માં અંત આવ્યા. ત્યાર પછી ભાઈ છગનલાલે વેપારમાં ખરુ. ચિત્ત પરાવવાની શરૂઆત કરી, પણ હજી ચાર માસ પૂરા ન થયા, ત્યાં તેના પર ક્ષયના જીવલેણ વ્યાધિએ હુમલેા કર્યાં.
આ વ્યાધિએ હુમલા કર્યા બાદ ખની શકે તેટલા પેાતાની જાત ઉપર સયમ રાખી આત્માનું કલ્યાણ કરવા માટે મનુષ્યદેહ ટકાવવાની તેણે દૃઢ ઇચ્છા કરી. પરદેશી તેમ જ દેશી ડૌટા અને વૈદ્યોના ઉપાયા એવા કડક નિયમપાલનથી કર્યા કે જેથી તેની સારવાર કરનાર ડૉક્ટરો પણ કહેતા કે આવે! વિચક્ષણ અને નિયમનું ચુસ્ત પાલન કરનાર દરદી ભાગ્યેજ જોવામાં આવે છે. આરેાગ્યના દરેકે દરેક નિયમ ચીવટપૂર્વક પાળવાથી સાત મહિનાના પ્રયત્ન પછી એક વખત આરોગ્ય તદ્ન સુધરી ગયું અને તે પ્રમાણે ખરાખર અઢી મહિના સુધી ત ંદુરસ્તી ટકી રહી. પરંતુ ત્યાર આદ વ્યાધિએ એવા ઊથલા માર્યા કે છેવટે તેણે તેના દેહ લીધા.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૧૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwwwwww
wwwwwww
વાંચનારને આશ્ચર્ય થશે કે, વીસ વર્ષની ઉમર કે જ્યારે સંસારના અનેક લહાવા લેવાની ઇચ્છાએ અને તૃષ્ણાએ પૂરી કરવાના હેતુથી વ્યાધિગ્રસ્ત થયેલાએ મનુષ્યદેહ ટકાવવાની ઇચ્છા રાખે છે, ત્યારે ભાઈ છગનલાલે પેાતાના પિતાનેા ધાર્મિક અને સાંસ્કારિક વારસે કેમ જાણે પ્રાપ્ત કર્યાં ન હોય તેમ દેહને આત્માથે ટકાવી રાખવાની દૃઢ મનેાવૃત્તિ સતેજ રાખી હતી.
ભાઈ છગનલાલે એક વિદ્વાન તરીકે અથવા એવી બીજી રીતે સમાજમાં કોઈ ભાગ ભજવ્યેા ન હતા. અથવા, તરુણ અવસ્થાને લીધે તે કોઈ લેખા વગેરે લખીને પણ પ્રસિદ્ધિ પામ્યા ન હતા. તેને લેખા લખવાના ખાસ શાખ પણ ન હતા. એટલે તેનુ કોઈ લેખન-સાહિત્ય ઉપલબ્ધ નથી. પણ તેનાં ઘેાડાં વચને તેની સ્વહરતે લખેલી છૂટીછવાઈ નિત્યનાંધામાં જોવા મળે છે. તે અહી' મૂકીએ છીએ. તે ઉપરથી ખ્યાલ આવશે કે મનુષ્ય દેહ ટકાવી રાખવાની તેમની દૃઢ ઇચ્છા હતી તે આત્મકલ્યાણાર્થે હતી. સાથેાસાથ એ પણ જણાશે કે તે પેાતાના પ્રસિદ્ધ પિતાને સુયેાગ્ય પુત્ર હતા. સંવત ૧૯૬૨ ની પોષી પૂનમ ને બુધવાર તા. ૬ઠી જાન્યુઆરીની તેની એક નેાંધ છે.
પ્રશ્ન : “ જીવવાની ઇચ્છા છે? શા માટે છે?”
**
જવામ : “ કલ્યાણને અર્થ”
પ્રશ્ન : “ કાનુ ? ”
જવાબ : “ આત્માનું,
પ્રશ્ન : “ પ્રયત્ન મંદ કેમ ? ”
જવાબ : “ પંચમ કાળને કારણે.”
પ્રશ્ન : “ જીવીને શે। ફાયદો કાઢશે ?’’
,,
જવાબ: “મેં તમને ઉપર જણાવ્યુ તે ઇચ્છા પૂરી કરીશ.'
પ્રશ્ન : “ હવેના ભવમાં તે પૂરી નહિ પડે?”
ઃઃ
જવાબ : “ ફરીથી મનુષ્ય ભવ, તે સાથે જૈન ધર્મ, સાથે પૂજ્ય શ્રી ( શ્રીમદ્ રાજચંદ્ર ) ના જોગ, અને તેનુ સ્મરણ આવતા ભવમાં રહેવુ.....
29
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૧૭
ww
સંવત ૧૯૬૫ ની પાષ વદ ૨ ને શુક્રવાર તા. ૮ જાન્યુઆરી ૧૯૦૯ની નોંધઃ
પ્રશ્ન : “ હે જીવ, તું તારા દેહને બચાવવાને ઉત્કંઠિત કેમ રહ્યા કરે છે?”
જવાખઃ તેનુ કારણ એટલુ' જ કે ફરીથી ધર્માત્મા પિતા, આયક્ષેત્ર, જૈન ધર્મ, મતાગ્રહ વિનાના ધર્મ સંસ્કાર, સ્થિતિની અનુકૂળતા અને યૌવન અવસ્થામાં ધમ પ્રત્યેની જિજ્ઞાસા થવી એ આવતા ભવમાં મળશે કે નહિ? અને ( એ ) મળવું. અસંભવિત લાગે છે, કારણ કે એક ચીજ ફરીથી કચાંય પણ પિતા તરીકે દેખાશે નહિ–અને તે (પણ ) ધર્માત્મા પિતા શ્રી રાજચદ્ર.’
છગનલાલનું સગપણ કરવામાં આવ્યું નહાતું. આરેાગ્ય બગડવા પહેલાં સગપણ થવાની અણી ઉપર હતું. સંસારમાં રહેલા જીવાને સ્વાભાવિક એવી ઇચ્છા થાય કે શરીર સુધારી વૈભવે। ભાગવુ, પણ તેને બદલે આને એમ થતુ કે શરીર સુધરે તે આત્માનું કલ્યાણ કરી શકું. અને કોઈ અગમ્ય રીતે બનતું પણ એવું કે જ્યારે જ્યારે સગપણની વાત ચર્ચાતી કે તેની કાઈ તજવીજ કરાતી ત્યારે ત્યારે સ્વાભાવિક રીતે જ તેના મુખમાંથી નકારના જ ઉદ્ગારા નીકળતા; અને અન્ય પણ તેમ જ. તેને મનુષ્યદેહની વિશેષતા માટે કેટલુ` ભાન હતું તે તેણે પૂછેલા પ્રશ્ન ઃ “હવેના ભવમાં તે પૂરી નહિ પડે ?” અને તેને તેણે આપેલા ઉત્તર : “ફરીથી મનુષ્યભવ, તે સાથે જૈન ધર્મ, સાથે પૂ. શ્રી ( શ્રીમાન્ રાજચંદ્ર)ના જોગ અને તેનું સ્મરણ આવતા ભવમાં રહેવું.... ( અસ‘ભવિત છે)” એ ઉપરથી જણાય છે.
,,
મનુષ્યદેહની વિશેષતાનું જેમ તેને આટલુ ભાન હતું, તેમ તેને પૂર્વ જન્મની પ્રતીતિ પણ એવી જ હતી તે પણ તે જ ઉત્તર પરથી જણાય છે. જૈન ધર્મ પ્રત્યે તેની અખંડ શ્રદ્ધા હતી, તે પણ તે જ ઉત્તરથી સ્પષ્ટ થાય છે. પેાષ વદ બીજની નિત્યનેધનાં વચના તેની ઉપરોક્ત ખાખતા વિષેના લક્ષની દૃઢતા અતાવે છે. નાની વયમાં પિતાને વિયેાગ થયા હાય ત્યારે એ તરુણ જીવને આવા મંદવાડના સમયે પિતાનું સુખ ન ભાગવ્યાને મનમાં
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૧૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
વસવસો રહી જાય તેને બદલે ભાઈ છગનલાલને પિતા પ્રત્યે જ્ઞાન અને ચારિત્ર—ધર્મ પમાડનાર ધર્મપિતાના જ ભાવ હતો. “ આ દેહ ન રહે તો આવતા ભવમાં તેમના જ્ઞાન–ચારિત્રનો પરિચય કયાંથી મળે ? ” –આ ઉદ્દગારો પિતા પ્રત્યે, ધર્મ પમાડનાર મહાસાધક પ્રત્યે તેનો ભક્તિભાવ કે સુદઢ હતો તેના સૂચક છે.
તેનામાં જેમ આત્માર્થ કરવાની આવી પ્રબળ જિજ્ઞાસા હતી તેમ તે આત્માર્થ સાધવા માટે કેવા સગા જોઈ એ તેની આવશ્યક સૂઝ અને જાગૃતિ પણ હતી. “ આર્ય ક્ષેત્ર’ની આવશ્યકતા તેને બરાબર જણાઈ હતી. જૈન ધર્મ પ્રત્યે તેને અનુરાગ હતા. એ તેના “જૈન ધમ–મતાગ્રહ વિનાના ધર્મસંસ્કાર’—એ ઉદ્દગારો પરથી જણાય છે.
આપણે જૈન ધર્મના ઇતિહાસ તરફ નજર કરીએ છીએ ત્યારે માલૂમ પડે છે કે પૂર્વના સમયમાં જૈન ધર્મમાંથી નીકળેલા જુદા જુદા ગચ્છો–સંપ્રદાય મતાગ્રહને લીધે નીકળેલા હતા. અત્યારે પણ જોઈશું તો જણાશે કે શાસ્ત્રના મોટા મોટા જાણનારાઓ પણ ધમના મતાગ્રહને આધીન થઈ પડેલા છે, તે વખતે આ એક બાળક ‘મતાગ્રહ વિનાના ધર્મ સંસ્કારો’ આત્માર્થ કરવા માટે જોઈ એ એ વસ્તુ સંપૂર્ણ પણે જાણે એ હકીકત નાનીસૂની નથી; બલકે રહસ્યસૂચક છે. - શ્રીમદ્ રાજચંદ્રના પરિચયમાં આવેલા મનુષ્યોને મટામાં મેટા જે કઈ લાભ થતા હોય તો તે મતાગ્રહ વિનાના ધર્મસંસ્કારો આત્માર્થ પ્રાપ્તિ માટે જરૂરી છે એવી સ્પષ્ટ છાપ તેમના પર પડે છે, તે છે. પિતાશ્રીની જ્ઞાનમુદ્રાની ઊંડી છાપ છગનલાલના વ્યક્તિત્વ ઉપર પડેલી જોઈ શકાય છે.
‘સ્થિતિની અનુકૂળતા” એ ધર્મ પ્રાપ્તિમાં બળવાન કારણ છે એ પણ આ બાળકથી અજાણ્યું નહોતું. સામાન્ય જનોને સાંસારિક વૈભવ ભોગવવાની જ ઈચ્છા—ખાસ કરીને આ યૌવન પ્રવેશની વયે થાય, તેને બદલે છગનલાલને “સ્થિતિની અનુકૂળતા” એ ધર્મ પ્રાપ્તિનું બળવાન કારણ છે એમ પ્રતીત થયું હતું. તે શું એમ સૂચવતું નથી કે, જ્ઞાની પિતાના જ્ઞાનશેાધક પુત્રમાં ધર્મ પામવાની જિજ્ઞાસાને પિતાને વારસો ઊતર્યો હતો?
Page #168
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૧૯
જેની મૂળ જીવનભૂમિ ઉત્તમ હોય છે અને તેની સાથે જેનું જીવન સંસારપ્રપંચમાં રગદોળાયું નથી એવા મનુષ્યોને બીજે કાંઈ પણ ખોટું કરે એમ જણાય ત્યારે તેનું હૃદય અતિશય અળવા લાગે છે, તેને થરથરાટી ઊપજે છે. ભાઈ છગનલાલના સંબંધમાં પણ આમ જ બનતું. તેના પરિચયમાં આવનાર કોઈ ને પણ વિષે તે સહેજ પણ દેષ જોતો કે તેના પ્રત્યે તે દૃષ્ટિ કરવાની પણ ઈરછા ન કરતો. કેટલીક વખત તો તે એવાની સાથે મેટા ઝઘડા કરી તેની સાથે સંબંધ જ ન રાખવાની પ્રતિજ્ઞા કરતો. શુદ્ધ હૃદયવાળા તરુણે તો સરળ હોય છે. કેટલીક વખત એવું પણ બનતું કે પોતાને બીજાનાં કૃત્યોમાં ખટાપણું લાગ્યું હાય અને તેથી તે જીવ પ્રત્યે પોતે સત્યને ખાતર આવેશ કર્યો હાય, પણ ખરેખર તેનાં કૃત્યમાં કાંઈ ખોટું ન હતું. માત્ર પોતાની સમજમાં જ ફેર હતો એવું જ્યારે છગનલાલને જણાતું ત્યારે પિતાને થયેલા આવેશ માટે તે પશ્ચાત્તાપ કરતો અને માફી માગતો. પિતાને થયેલા આવેશને પોતે ક્રોધ સમજી તેના આવિર્ભાવ ફરી ન થાય તેવી દૃઢ ઇચ્છા કેળવતો. માગશર સુદ ૫ ને શનિવારની નિત્યનોંધમાં તેના નીચેના ઉદ્દગારો છે તે ઉપરથી ક્રોધાદિ કષાય શાંત કરવાની તેની જાગૃતિ વ્યક્ત થાય છે :
ક્રોધાદિ ચેડાડા પાતળા પડયા પછી સહજરૂપ રાખવા; અને વિચારમાં વખત કાઢો. કોઈના પ્રસંગથી કેધાદિ ઊપજવાનું નિમિત્ત થાય તો તેને ગણકારવું નહીં'. કેમકે પોતે ક્રોધ કરીએ તા થાય. જ્યારે પોતાના પ્રત્યે કેાઈક્રોધ કરે ત્યારે વિચાર કરવા કે બિચારાને હાલ તે પ્રકૃતિનો ઉદય છે. તો એની મેળે ઘડીએ બે ઘડીએ શાંત પડી જશે; માટે જેમ બને તેમ અંતર-વિચાર કરી પોતે રિથર રહેવું. ક્રોધાદિ કષાયને હમેશાં વિચારી વિચારી માળા પાડવા. બાહ્ય પ્રસંગો બને તેમ ઓછો કરવા.”
આ વચનામાં છગનલાલે પોતાના પિતા શ્રીમદ્ રાજચંદ્રનું અનુકરણ કર્યું છે; તે એના હદયના પરિચાયક છે, તેના ધાર્મિક અનુજ છે.
ભાઈ છગનલાલનું આરોગ્ય ૧૯૯૪ના ફાગણ માસમાં બગડયું;
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૨૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
WAAAAAA
ને સંવત ૧૯૬૪ના શ્રાવણ માસથી તે દિવાળી સુધી સુધરેલું રહ્યું. કારતક માસમાં ઊથલા માર્યા, અને ત્યાર બાદ દિવસે દિવસે આરોગ્ય વધારે ને વધારે ખરાખ થતું ગયું. જ્યારે વ્યાધિએ ઊથલેા માર્યા અને તે જોર ઉપર ચડવાની શરૂઆત હતી તે અરસામાં ઉપલા વિચારા લખાયા છે.
ડૉક્ટરા અને વૈદ્યોનું એમ કહેવું છે કે વિચક્ષણ દરદી જેમ પેાતાનુ આરોગ્ય સુધારી શકે છે તેમ તે અગાડી પણ શકે છે. ભાઈ છગનલાલે આરાગ્યના અને ઔષધના નિયમેા, તેની સારવાર કરનાર ડૉક્ટર આશ્ચય પામે તેવી રીતે પાળીને જેમ તમિયત સુધારી, તેમ જ્યારે વ્યાધિએ આકરુ સ્વરૂપ લેવાની શરૂઆત કરી ત્યારે તેણે જીવનદારી —આશા—ના ત્યાગ કરવા માંડયો. “ આ ઔષધ”ના વૈદ્યક પુસ્તકમાં ક્ષયના વ્યાધિ સંબંધમાં આ પ્રમાણે લખ્યું છે : “ આ દરદમાં ઝાડા થાય છે જે આખરની સ્થિતિ સૂચવે છે ઇ.” જ્યારે પાતે આ વાકચ વાંચ્યું અને પેાતાને તેવી શરૂઆત થઈ ચૂકી એમ જ્યારે તેને લાગ્યું ત્યારે તેણે તે તે વાકચ નીચે પેનસિલથી લીટી દોરી છે.
પેાતાને જ્યારે આવી શરૂઆત જોવામાં આવી ત્યારથી જેટલે તે શરીર માટે પુરુષાથ કરતા તેટલા જ તે પુરુષા રહિત થયા. તેની સારવાર કરનાર મારખી રાજ્યના મુખ્ય ડૌક્ટર આમે તેને જોઈને એમ કહ્યું કે “Chhaganlal has not left with him an ingredient of hope (અર્થાત્ છગનલાલે પેાતાને વિષે આશાને એક અણુ પણ રહેવા દીધા નથી. ) ભાઈ છગનલાલે આશા—જીવનદોરી—ડૉક્ટરના અભિપ્રાય પ્રમાણે જોઈ એ તે કરતાં ઘણી વહેલી છેાડી દીધી હતી.
.
જ્યારથી પાતે જીવનદારી—આશા—ાડી ત્યારથી વ્યાધિની શરૂઆતમાં જેવા તે વ્યાધિની સામે થવામાં પુરુષા દર્શાવતા હતા તેવેા એ સ`સાર પ્રત્યે નિર્માહીપણું લાવવા અને પેાતાના આત્માને પાતે પાપ કર્યા હોય તે તે નિંદવા, તેમ જ પરિચયમાં આવેલાં માણસા પ્રત્યે પેાતાથી થયેલા અપરાધની ક્ષમા ચાહવામાં પુરુષાર્થ કરવા લાગ્યા. તેણે જીવનઆશા છેાડચા બાદ લગભગ બે
Page #170
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૨૨
wwwww
માસ તેનું શરીર ટકયુ'. ડોક્ટર અને વૈદ્યો કહેતા કે જો તેણે જીવનઆશા છેાડી ન હેાત, તા દેહ વધારે વખત ટકવાને સંભવ હતા.
આ બે મહિનામાં દિનપ્રતિદિન તાવ, ઉધરસ તથા દસ્ત વધવા લાગ્યાં. આ સમયે તેનુ શરીર નખળું પડતું જતું, તેનુ વજન લગભગ અઢી મણુ હતું તેમાંથી ઘટીને અરધાઅરધ થઈ ગયુ અને તેને બિછાનાવશ થવું પડયું. આ વખતે તે વારંવાર કહેતા કે, “તમારા ઉપકાર હું કત્યારે વાળી શકીશ, કાકા ? તમે બધાં મહેનત શા માટે કરે છે? મારું શરીર ટકવાનુ` નથી. તમે બધાં મારા એકને ખાતર શા માટે દુઃખ ભોગવે છે? હું પાપી અને દુષ્ટ છું કે હું આટલા બધાને દુઃખ આપું છું. કાકા, તમે મારે માટે એવી દવા લાવા કે જેથી મને વેદના ઓછી થાય; કે જેથી હું મારા આત્માને વેદનાને લીધે ભૂલી ન જાઉં. તમે મારા દેહુ અચાવવાની દવાની તજવીજ નકામી કરે છે, એ બધાં થીંગડાં છે.” પેાતે પેાતાના પિતાશ્રીની છબી પેાતાના ખાર મહિનાના મંદવાડ દરમ્યાન પેાતાના બિછાના સામે જ રાખી હતી. અહુ વેદના જણાય ત્યારે તેની સામે જોઈ ધીરજ લેતા. કેટલીક વખત વેદના અસહ્ય હેાય ત્યારે છબી સામે રહી માળા ફેરવતા.
આ પ્રમાણે વારવાર ઉદ્દગારો કાઢચા કરતા હતા. પેાતાના શરીરને જ્યારેજ્યારે કાંઈક વેદનાની શાંતિ થતી ત્યારે ત્યારે “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ વાંચવા માટે તે સૂચના કરતા હતા. તેમાં પણ તેના પિતાએ શરીરને વેદના હાય ત્યારે ત્યારે આત્માએ કેવી શાંતિપૂર્ણાંક તે વેદવી તે સધી લખેલા પત્રા, અનિત્યાદિ ખાર ભાવનું સ્વરૂપ, આત્મા છે, આત્મા નિત્ય છે, એ આદિ છ પદનુ' સ્વરૂપ વંચાવીને અહુ મનનપૂર્વક વિચારતા.
પ્રસગ એવા બનેલા કે દેહત્યાગ પહેલાં આઠેક દિવસે અત્યંત વેદના જણાઈ ત્યારે તેનું શમન થવા માટે મેારખીના એક ગૃહસ્થ ભાઈ પાનાચંદ મેારારજી પાસે પેાતાના પિતાના લખેલા “ આત્મસિદ્ધિશાસ્ત્ર”ના આખા ગ્રંથ મધુર સ્વરે વંચાવ્યેા. ઉપરાંત, “હે પ્રભુ, હે પ્રભુ, શું કહું ?”થી શરૂ થતુ પેાતાના દોષાવલેાકનનું ભક્તિનુ પદ તેમ જ “અપૂર્વ અવસર એવા કત્યારે આવશે?
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૨૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
www
એ કાવ્ય વંચાવ્યાં. તેનું ખરાખર એ કલાક શ્રવણ કર્યુ.... દેહત્યાગ પહેલાં ચાર દિવસે “આત્મસિદ્ધિશાસ્ત્ર”ની પ્રસ્તાવના કે જેમાં આત્મા હોવાપણા સંબધીના છ પદનું સ્વરૂપ સંક્ષેપમાં બતાવ્યું છે તે વંચાવ્યું; અને દેહ પ્રત્યે કેવી રીતે ભ્રાંતિ થાય છે તેના સ્પષ્ટ ખુલાસા પૂછીને તેની સમજણ પ્રાપ્ત કરી લીધી. આત્મા ત્રણે કાળમાં અમર છે તે શી રીતે તે ખરાખર દૃષ્ટાંતપૂર્વક ત્યાર પછી સમજ્યા. એ ઉપરાંત પિતાએ દેહત્યાગ પહેલાં નવ દિવસે લખેલુ “ઇચ્છે છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ” આખુ કાવ્ય સમજવા માટે વહેંચાવ્યું. આ કાવ્યમાં પ્રવચન સમુદ્ર–બિંદુમાં ઊલટી આવે જેમ, પૂર્વ ચૌદની લબ્ધિનુ ઉદાહરણ પણ તેમ” એ એ પદ ઉપર પાતે લખાણ ચર્ચા કરી.
CC
જ્યારે વેદના સહન ન થતી ત્યારે વારવાર તે કહેતા, ‘કાકા, હું કેવા દુષ્ટ અને પાપી છું કે વેદના થાય છે ત્યારે આત્મા ચૂકી જાઉં છુ ! ધન્ય છે, ખાપુને (શ્રીમદ્જીને)! તેએ કેવી અપૂર્વ શાંતિ રાખતા હતા !”
મૉંગળવારની રાત્રીના સવા ત્રણ વાગ્યે શ્વાસેાચ્છ્વાસ શાંત થવા લાગ્યા. મગળવારની સવારથી તેણે કહ્યું, “હવે મને દવા આપવી ખંધ કરો. કાકા, આ દેહ ટકવાના નથી. ’' સવારથી શરીર ઠંડું પડવા લાગ્યું હતું. તાવ ૧૦૪ ડિગ્રી રહેતા તે ઘટીને શીતમાં આવી જવાથી ૯૬ ડિગ્રી થઈ ગયા હતા. મગળવારની મારે આ લખનાર (તેના હદ્ભાગી કાકા)ના મનમાં એમ થયું કે તબિયત વધારે લથડી રહી છે. તે તેને કઈ મા કે ભાઈ-ભાંડુ માટે કહેવાની ઇચ્છા હાય તેા સૂચન કરવું; પણ તેની સાથે મનમાં એમ આવ્યું કે જો તેને સૂચના આપીશ તા તેને મેાતની નેાટીસ આપવા જેવું થશે. માટે એવી રીતે કહેવુ કે જેથી તેને તેવું કઈ ન લાગે. આ ઉપરથી જુદાજુદા પ્રકારનું આશ્વાસન આપી કહ્યું, “ભાઈ, શાસ્ત્રકારોએ તે અનિત્ય, અશરણુ, એકત્વ આદિ ભાવનાએનું સ્વરૂપ ભાષામાં કહ્યું છે, પણ તું તે પ્રત્યક્ષ વેઢે છે. તેા, તું અમને તે વિશે કશીક એવી વિચારણા દર્શાવ કે જેથી તે વિચારણા અમને બધાંને આખા જીવનપર્યંત એક ભામિયારૂપ બની રહે.
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૨૩
- આના જવાબમાં તે મહાનુભાવ પુત્રે શું કહ્યું ? “કાકા, આ દેહ મારા થી નહીં', તો મારું બીજું કેણ સગું થવાનું છે કે હું તેને માટે કાંઈ ભલામણ કરુ ? તેમ છતાં તમારી લાગણી સપૂણ છે તે હું જાણું છું.” - યુવાન વયમાં જ્યારે દેહ ટકવાનો નથી એવી પ્રતીતિ થાય છે, ત્યારે જેઓ હળુકમી જ નથી તેને કેવી હાયવલે થઈ જાય તેના દાખલા આપણે અનેક જોઈ શકીએ છીએ. પરંતુ આ બાળ કે જેણે એક જ્ઞાનીને છાજે તેવા ઉદ્દગારો કાઢયા એ તેના જ્ઞાની પિતાનો વારસે જ સૂચવે છે. - સાંજના સાડાપાંચ-છના સુમાર હશે. અમારા એક નિકટના સંબંધી મોરબીના વકીલ શ્રી નવલચંદ ડોસાભાઈ છગનલાલની તબિયત જેવા આવ્યા. તેઓએ દિલાસો આપવા ખાતર કહ્યું, “છગનભાઈ, ગઈ કાલના કરતાં આજ આઠ આની તબિયત વધારે ઠીક લાગે છે.” ત્યારે પોતે કહ્યું, “એ ભૂલ થાય છે. બાપુ (શ્રીમદ્ રાજચંદ્ર) નો દેહ ચૈત્ર વદ પાંચમના રોજ પડયો હતો અને હવે હું નજીક છું' (કારણ કે તે દિવસે ચૈત્ર વદ એકમ હતી).” - ત્યાર બાદ ડૉક્ટર બામ આવ્યા. તેઓએ કહ્યું, “ છગનલાલ, આ કફની દવા છે, તે કફ ભરાય ત્યારે લેશે.” આના જવાબમાં છગનલાલે કહ્યું, “ડૉક્ટર સાહેબ, આ તો થીંગડાં છે; હવે તો મને ક્લોરોફોર્મ જેવી કોઈ દવા આપે છે, જેથી શાંતિની નિદ્રા લઈ શકું. (અર્થાત્ વેદના અનુભવ્યા વિના દેહની પૂર્ણતાને અનુભવ કરું.) - રાત્રિના આઠ વાગ્યે તેની દાદી (દેવબાઈ) તથા તેની બા ( ઝબકભાઈ) તેની પાસે આવ્યાં. તેમને તેણે ઘણા માણસની હાજરીમાં બેત્રણ વખત ફરી ફરી કહ્યું, “મા, મારી વાંસે રોશો નહી".” - દોઢ બે મહિના થયા ઝાડાના વ્યાધિ પિતાનું ભયંકર કામ કરતો હતો. આ મંગળવારને દિવસે સવારથી તે રાત્રિના ત્રણ વાગ્યા સુધીમાં લગભગ ૩૫ ઝાડા થયા હશે. લગભગ ૧૦ વાગ્યાને સુમારે તેને દીઘ શકાએ જવાનું હતું, ત્યારે બીજાની આવશ્યક
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૨૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
સહાયની જરૂર હતી, એટલે પોતાના પિતાના ફાઈના પુત્ર ભાઈ કાળીદાસથી એમ દુઃખપૂર્વક બોલાઈ ગયું, “ અહો, જે માણસની અદભુત સંયમશક્તિ હતી તેની આ સ્થિતિ ? ” જેવું ભાઈ કાળીદાસના મુખમાંથી આ વચન નીકળ્યું કે ભાઈ છગનલાલ બોલી ઊઠયા, “ શી દશા ? જેવા ઋતુના રંગ, તેવા દેશોના
ઢંગ ! ??
| રાત્રિના ત્રણ વાગ્યે છેલ્લી વખત દીર્ઘશંકાએ ગયા. પિતાને હાથે હંમેશ કરતાં બમણા પાણીથી પ્રક્ષાલન કર્યું. બરાબર સવા2ણે કહ્યું, “કાકા, મારી આંખે અંધારાં આવે છે માટે દબાવો,” આમ કહેતાંની વાર તેના મુખમાંથી સ્વાભાવિક રીતે નીકળી ગયું, “ ટપુ (તેમનાં ફાઈના પુત્ર) નું કલ્યાણ થજો.’ આ પછી ત્રણ ચાર શબ્દોનું વાકયે સ્પષ્ટ ન બોલાયું. આ ઉપરથી આ લખનારને થયું કે, હવે દેહની પૂર્ણતા થવી શરૂ થઈ. એ ઉપરથી તેણે ભાઈ છગનલાલ પ્રત્યે કહ્યું, “ભાઈ, વિસ્મૃતિ તો થતી નથીને ? ” તેના ઉત્તરમાં તેણે બીજી ક્ષણે એમ પ્રશ્ન કર્યો, “કાકા, શેની ? આત્માના નિત્યત્વની ? ”
તરત જ તેના દાદા રવજીભાઈ આવ્યા. પોતાના પિતામહને કહ્યું, “અદા, (કાઠિયાવાડમાં ‘દાદા’ને ‘અદા કહેવામાં આવે છે) હવે તમે મારી પાસે બેસો.” પોતાના દાદાને આમ કહેતો હતો તેવામાં ભાઈ કાળીદાસે ભાઈ છગનલાલને પૂછયું, “તારે કાંઈ તારી મા કે બહેનને માટે ભલામણ કરવાની છે ? ” એટલે પોતે કહે, “ના.” ભાઈ કાળીદાસે “ અરિહંત તીર્થકર ભગવાન” શબ્દો કહ્યા કે પોતે એ ત્રણે શબ્દો બોલીને “રામ” શબ્દ બાલ્યા [ આ તેને રામાયણ પ્રત્યેનો અનુરાગ સૂચવે છે ].
આ “રામ” શબ્દ નીકળ્યા પછી વાણીના પુદ્ગલ ન રહેવાથી તેણે હાથ વડે લખવાની તજવીજ કરી; પણ શરીરક્રિયા બંધ થતી હોય ત્યારે કયાંથી લખી શકાય ? તેના હાથમાં પેનસિલ આપવામાં આવી. ભીત ઉપર “કાકા ” જે કાંઈ શબ્દ લખવા જતા હતા, પણ શરીરબળ ન રહ્યું હોવાથી ભાંગ્યાતૂટયા કા-કા એ બે અક્ષરે લખી શકાય એમ જણાયું.
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુત : : ૧૨૫
ww
wwwwwwwwmm
wwww
સવા ત્રણથી કેવળ નિદ્રાની પેઠે શ્વાસેાાસ ખંધ થયા અને બુધવારના પ્રભાતે ધીમેધીમે સાત વાગ્યાના સુમારે છગનલાલના આત્મા તેમને છેાડીને ચાલ્યા ગયા.
ઃઃ
ઉપર હાઇકૉટના જે ખટલા સ`અધી કહેવામાં આવ્યુ છે તેના સંબધમાં એક અક્ષર પણ લખી શકાય એવા જરા પણ સચાગ નથી એટલે તે સ`ખધમાં કાંઈ પણ લખી શકાય તેમ નથી; નહીં તેા ભાઈ છગનલાલના નાની વયના સબંધમાં આ પ્રસંગે જે ભાગ ભજવ્યા હતા તેવુ' ખાસ આલેખન કરવા જેવું છે. કેાઈની પણ કિંચિત્ માત્ર લાગણી ન દુખાય તેવી પ્રતિજ્ઞા કરી ભાઈ છગનલાલના જીવને ન્યાય આપવા ખાતર એટલું જ કહેવું ચેાગ્ય છે કે, આ મુકદ્દમા દરમ્યાન તેણે બતાવેલા કુટુંબવાત્સલ્યભાવ, શ્રીમાન્ રાજચ'દ્રના પુત્રથી જ દર્શાવી શકાય. સત્તર વર્ષની ખાલવયે તેણે જે અડગ કુટુ'ખ વાત્સલ્યભાવ ખતાબ્યા હતા તે તેના પૂજ્ય પિતાશ્રીના સંસ્કાર-વારસાનું પરિણામ હતું. તેણે રામાયણનું જે સુંદર અધ્યયન કર્યું હતું તેમાંથી કુટુ ખવાત્સલ્યની તેના પર અસાધારણ છાપ પડી હતી.
:
જેએ ભાઈ છગનલાલના પરિચયમાં આવ્યા હતા, અથવા જેઓએ હાઇકોર્ટના મુકમા દરમ્યાન તેની અખંડ વૃત્તિ જોઈ હતી તેઓને છગનલાલના કુટુ ખવાત્સલ્યના વાસ્તવિક ખ્યાલ છે. તાપણુ એક દાખલા અહી આપીએ પેાતાની નિવાસભૂમિવવાણિયાથી દેહાંત પૂર્વે ખરાખર એક મહિને ઔષધ અર્થે આવ્યા તેને આગલે દહાડે પેાતાનાં સગાંવહાલાંઓને બધાંને એલાવીને પોતે કલાકેક સુધી વાતચીત કરી. દરેકની પાસે પાતે અપરાધ કર્યાં હાય તેા તેની ક્ષમા માગી.” મનમાં એવા હેતુ રાખીને કે દેહ ન ટકે તેા પાછુ ન મળાય. વવાણિયાથી પ્રભાતના પાંચ વાગ્યે ચાલવાનુ હતું. પેાતે સાડા ત્રણ વાગ્યે જાગ્રત થઈ ઘેરથી નીકળતાં પહેલાં આ લખનાર ( કાકા ) ના ત્રણ મહિનાના પુત્રને હાથમાં લીધા; કાકાની ત્રણ વર્ષની પુત્રીને ચુંબન પણ કર્યું.... ઘરમાં દરેકની પાસે અપરાધની ક્ષમા માગી મેારખી ગયા. ત્યાર બાદ પાછા અઠવાડિયે દાદા, કાકી, ફાઈ વગેરેને પેાતાની પાસે જ રહેવા માટે ખેલાવ્યાં.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૨૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
www પોતે કેટલો સદગુણી હતો તેને ખ્યાલ એક જ દાખલાથી આપીશું. પોતાનું શરીર કેવળ હાડપિંજર થઈ ગયું હતું, એટલે બિછાનામાં પડી રહેવાથી દુઃખ થઈ આવતું. એક વખત તેની કાકીએ શરીર દાખવાનું કહ્યું એટલે વિનમ્રભાવે ખચકાયા. પિતાના શરીર માટે કોઈને શ્રમ આપવાનું એને રુચતું ન હતું. પછી
જ્યારે તેની દાદીએ કહ્યું, “તારી કાકી એ તારી મા જ છે; માના સતેષ માટે ચંપાવવામાં હરકત નહીં !” ત્યારે તેણે હા પાડી.
હાઈ કોર્ટના મુકદ્દમા દરમ્યાન પોતે મોરબીથી વિદ્યાભ્યાસ છોડી મુંબઈ આવીને કાકાની સાથે કેસને અંગે કલકત્તા, રંગૂન, સુધી આવીને કાકાને જે સહાય કરી હતી તેને આ કાકા અને ભત્રીજા સિવાય અન્ય કોઈને ખ્યાલ આવી શકે તેમ નથી. રંગૂનથી પાછા ફરતાં પવિત્ર “ સમેત શિખરજી”ની યાત્રા કરી હતી. વ્યાધિ લાગુ પડયો તેની શરૂઆતમાં પવિત્ર “શેત્રુજય સિદ્ધક્ષેત્ર”ની યાત્રા કરી હતી.
એક બાળકનું ચરિત્ર આવી ઝીણીઝીણી બાબતો સહિત એટલા માટે આપ્યું છે કે જેથી જ્ઞાની પિતાને કેવા વારસો મળે છે તેને ખ્યાલ આવતાં જ્ઞાની પ્રત્યે પ્રમોદભાવના ઉત્પન્ન થાય. શાસ્ત્રકારોએ કહ્યું છે કે, ઉત્તમ કુળમાં જન્મ થયો તે એક સુંદર કર્મ છે. ભાઈ છગનલાલનું શ્રીમાન્ રાજચંદ્રના પુત્ર તરીકે ઉત્પન્ન થવું અને તેથી આવા સંસ્કારી થવાનું બન્યું તે એ સિદ્ધ કરી આપે છે. બાળવયમાં કુટુંબવાત્સલ્ય અને આત્માર્થવૃત્તિ હાવાં એના કરતાં ક્યા વધારે સગુણ હોઈ શકે ? મંગળવારની બપોરે જ્યારે કંઈ કહેવા કારવવાનું કહેવામાં આવ્યું ત્યારે તેના મુખમાંથી એવા ઉદ્દગાર નીકળેલા કે “ આ દેહ મારો ન થયો, તે મારું બીજુ કોણ સગું થવાનું છે કે હું કાંઈ ભલામણ કરું ? ” એ એની જીવનદૃષ્ટિ સૂચવે છે.
દેહપૂર્ણતાએ આત્માના કલ્યાણ સિવાય બીજુ કાંઈ ન સંભળાય એવી તેની અખંડ વૃત્તિ રહેલી તે એક દાખલા ઉપરથી જણાય છે. દેહત્યાગ પહેલાં આઠદસ દહાડે ભાઈ નવલચંદભાઈએ કહ્યું, મનના આનંદ ખાતર કેાઈનું ફોગ્રાફ મંગાવે. ગામના
Page #176
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૨૭
ફોનોગ્રાફમાં શૃંગારી ગાયને હોવાં જોઈ એ એવા ખ્યાલથી તેણે ગામનું ફોનોગ્રાફ મંગાવવાની ના પાડતાં કહ્યું, “ અમદાવાદથી ફોનોગ્રાફ મંગાવે. એમાં બાપુનાં રચેલાં કાવ્યો ઉતારેલાં છે.” (મતલબ કે શ્રીમાન રાજચંદ્રના આત્મા સંબંધીનાં કાવ્યો સાંભળવાની જ તેની વૃત્તિ હતી.) . | ઉત્તમ કુળમાં જન્મ, સતુ સમાગમ અને સત્ શાસ્ત્રનું વાચનશ્રવણ માણસના મન ઉપર કેવી છાપ પાડી શકે છે તે ભાઈ છગનલાલના જીવન ઉપરથી સ્પષ્ટ જણાય છે. ભાઈ છગનલાલનું ચરિત્ર લખવું એ આ લખનારને માટે એક પ્રકારના પામર દિલાસા (poor consolation ) જેવું છે; પરંતુ સમાજને તેમાંથી અનેક પ્રકારે ફાયદો થાય તેમ છે, કારણ કે આ બાળકનું જીવન જે એક ઉત્તમ પિતાના પ્રતાપે આવું સુંદર થઈ શકયું', તે પિતાના વિષે સમાજે “જ્ઞાની” તરીકે આદરભાવ દર્શાવ્યા છે. તેમાં કંઈ ભૂલ કરી નથી એ આ જીવનથી પણ પ્રતીત થયા વિના નહીં રહે.
આવા ભત્રીજાના–પુત્ર કરતાં પણ અધિકતર ભત્રીજાના—વિયાગથી અનેક આશાઓ બાંધનાર કાકાને કેટલું દુઃખ થાય તેના ખ્યાલ વાંચનારને આપવાની કોઈ જરૂર રહે છે ખરી ? - “સારા કામમાં સો વિઘ્ર” એ આપણામાં અતિ પ્રચલિત કહેવત છે. તેને ખરેખરો અનુભવ કેઈને પણ થયા હોય તો, આ લખનારને થયો છે.
જૈન ધર્મમાં અનેક સંપ્રદાય, ગચ્છ ભેદ પડેલા છે અને તેથી વીર પ્રભુના બાધેલા આત્માનું પરમ કલ્યાણ કરનાર માગની અવ્યવસ્થિત સ્થિતિ થઈ ગઈ છે, તે ટાળી સમગ્ર જૈન સમાજના અવિભક્ત જૈનના સંસ્કારો ઉત્પન્ન કરવા માટે ભગવાન વીર પ્રભુ પછી પ્રથમમાં પ્રથમ પ્રયત્ન શ્રી પરમકૃપાળુ રાજચંદ્રજીએ કરેલા. પિતાનો પ્રયત્ન, પોતાની જાહેર રીતે સ્વીકારાયેલી અસાધારણ શક્તિ વડે અમલમાં મૂક્યો. અવિભક્ત જૈનની હિલચાલ હજુ શરૂ કરી ત્યાં જ ૩૬ વર્ષની યુવાન વયે અકાળે શ્રીમદ્ રાજચંદ્રજીનો દેહવિલય થયે. તેઓની અસાધારણ બુદ્ધિનો એક અંશ પણ
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૨૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
મારામાં નહીં' છતાં તેમના માર્ગે ચાલવાની બુદ્ધિથી શ્વેતાંબરદિગમ્બર બંને ગ્રંથો છપાવવા અર્થે “ શ્રીમદ્ રાજચંદ્ર શાસ્ત્રમાળા” નામની ગ્રંથશ્રેણિ શરૂ કરી, ત્યાં ભાગીદારો વચ્ચે મુકમો શરૂ થતાં તે હિલચાલ પડતી મૂકવી પડી. તે જ અરસામાં “સનાતન જૈન ” પત્ર અવિભક્ત જૈનના સંસકાર ઉત્પન્ન કરવા માટે શરૂ કર્યું અને તરત જ મારું આરોગ્ય બગડયું. જરા ઠીક થયું કે ઉપરોક્ત મુકદ્દમે ઊભા થયા અને તે પૂરા થયા બાદ અવિભક્ત જૈનની હિલચાલ વિશેષ બળથી આગળ વધી શકે એટલા માટે ભાઈ છગનલાલ ઉપર સંસારભાર મૂકી દેવાની ઈચ્છા કરી તેને વેપારમાં કેળવવાની શરૂઆત કરી દીધી. પણ હજી શરૂઆત પૂરી પણ થઈ નથી ત્યાં તો તે બાળક પણ ભયંકર વ્યાધિમાં આવી પડયો. હું એવી આશામાં ને આશામાં વખત કાઢતો કે કયારે છગનલાલનું આરોગ્ય સુધરે અને કયારે વેપાર, સંસાર-વ્યવહારમાં કેળવી તેના ઉપર સંસારભાર મૂકીને વ્યવહારથી બને તેટલી નિવૃત્તિ મેળવી હું ‘અવિભક્ત જૈન’ની હિલચાલ માટે પ્રયત્ન કરું. એ આશા નિર્મૂળ થઈ ગઈ અને ભાઈ છગનલાલ ચાલ્યા ગયા ! ઊલટો મારે આ વ્યવહાર દુઃખ પૂર્વક કરવાનો સમય આવ્યો એટલે અવિભક્ત જૈન”ની હિલચાલ આગળ વધારવાનું બંધ રહ્યું. સનાતન જૈન” દ્વારા જરાતરા અવ્યવસ્થિત પ્રયત્ન થાય છે. તેમાં પણ મંદતા આવવાનો વખત આવ્યો. પૂવકમ, તને જે ગમ્યું એ ખરું ! વવાણિયા, ચૈત્ર વદ ૮ )
મનસુખ (દુઃખ ) ભોમ, તા. ૧૩–૪–૧૯૦૯ ઈ.
Page #178
--------------------------------------------------------------------------
Page #179
--------------------------------------------------------------------------
________________
સ્વ. પૂ. રણ છોડદાસભાઈ ધારસીભાઈ
જ. (
9
Page #180
--------------------------------------------------------------------------
________________
સદ્ગત રણછોડભાઈ ધારસીભાઈનો પરમકૃપાળુ દેવ સાથેનો પરિચય
શ્રી સહજાત્મ સ્વરૂપાય નમ: [ પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર ભગવાન સાથે મારો સમાગમ ].
મારા જન્મ સૌરાષ્ટ્રમાં થયો હતો. હું સાધારણ વણિક કુટુંઅમાં જન્મી દુનિયાદારીની જુદીજુદી સ્થિતિમાંથી પસાર થયેલા છું'. ન્યાયનીતિમાં અગ્રસ્થાન ભોગવતા કાઠિયાવાડના એક રાજ્યની હું જ્યારે નોકરી કરતા હતા, ત્યારે પરમકૃપાળુ દેવલિખિત મોક્ષમાળા સંવત ૧૯૪૬માં મેં મંગાવી. તે વખતે તે પુસ્તકનું ફક્ત નામ વાંચીને જ મંગાવેલુ, પણ વાંચતાં તેમાં અદ્દભુત ભાવ અનુભવ્યો અને તેથી તેના લખનારપુરુષ પ્રત્યે બહુ જ ઊંચે આદર જાગૃત થયા. હું પોતે તો સ્થાનકવાસી જૈન હોવાથી જ્યારે કેાઈ જૈન ધર્મ વિષે પૂછતું ત્યારે આ પુસ્તકની હકીકત ૨જૂ કરતે.
જે કે મને રસાયણવિજ્ઞાન, શરીરવિજ્ઞાન અને પદાર્થવિજ્ઞાન વગેરેનું સામાન્ય જ્ઞાન હતું અને કુદરતના નિયમ સમજવા મને હમેશા બહુ ઉત્ક'ઠા રહેતી, પણ ‘તત્ત્વાતત્ત્વ” કે જૈન ધર્મની દૃષ્ટિ વિષે કઈ જાતની માહિતી કે વિવેકજ્ઞાન નહોતું.
પરમકૃપાળુ દેવ સાથે મારા પ્રથમ મેળાપ સં'. ૧૯૪૯માં મુંબઈમાં થયા. તે વખતે મારા સ્વચ્છેદને લઈને પરમકૃપાળુશ્રીને આ ચાગ યથાર્થ પરિણામી ન નીવડયો. ત્યાર બાદ સં'. ૧૯૫૫ના આસો માસમાં તેઓશ્રી સાથે મુંબઈમાં પંદરવીસ દિવસ રહેવાનું
શ્રી. ૯
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૩૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
www
બન્યું હતું. તેઓશ્રી પ્રત્યે ઉચ્ચ આદરભાવ અને પૂજ્યભાવ હોવા છતાં તેમની વ્યાવહારિકતા વિશે મારા મનમાં સંકલ્પવિક૯૫ ઊઠતા હતા. પરમકૃપાળુ દેવનું આરોગ્ય તે વખતે જોઈ એ તેવું સારું ન રહેતું, તેથી હવાફેર કરવા ધરમપુર પધારવાનું મેં તેમને આમંત્રણ આપ્યું અને પછી પત્રવ્યવહારમાં તે માગણી કર્યું જ રાખી. તેને માન આપી પરમકૃપાળુ દેવે સં'. ૧૯૫૬ની સાલમાં ચૈત્ર માસમાં ધરમપુર પધારી મારી અભિલાષા અને ઈચ્છો પરિપૂર્ણ કરી. મૂળથી જે કે હું કુદરતી નિયમ સમજવા માટે ઉસુક તથા ઉચ્ચ નીતિરીતિને અનુસરી વર્તન કરવા આગ્રહી રહેતા તેમ જ મારા સમાગમમાં આવતી દરેક વ્યક્તિને તે રીતે વર્તવા આગ્રહ અને પ્રેરણા કરતો, તોપણ મારી સંયમશક્તિની ખામીને લીધે મારી ઈચ્છા જોઈએ તેવી પાર પડી નહીં'. તેથી હંમેશાં મને તેને માટે દુ:ખ લાગ્યા કરતું અને હૃદય બળ્યા કરતું. પ્રભુ શ્રી પરમકૃપાળુ દેવ આ હકીકત સમજી જતા, જાણી જતા અને વખતોવખત કરુણાથી સમજાવતા, “ આર્તધ્યાન કરવું નહીં જોઈએ.” પણ ‘કમજોર ને ગુસ્સા બહાત” એવી મારી સ્થિતિ તે વખતે હતી. વળી મારા સ્વચ્છદ પણ પાતળા નહાતો પડયો. જ્યારે જ્યારે તેઓશ્રી મને સારી સમજણ આપે ત્યારે મનમાં એમ જ થાય કે પોતે વ્યવસાય ચલાવતા છતાં મને પરમાર્થ કરવાની શિખામણ દે છે, જેથી તેને મારા મનમાં અનાદર કરતા. તેઓ જે વાત કરે તેનો આશય હું સમજી શકતા નહીં'. એમના અદ્દભુત જ્ઞાનના મને ખ્યાલ ન આવવાથી મને એ વાત રુચતી નહીં.
એક વખત તેઓશ્રી પત્ર લખતા હતા ત્યારે હું ત્યાં પાસે બેઠા અને લખવા સંબંધી કંઈ કામ લેવાની માગણી કરી, તે વખતે એક કાગળના કવર ઉપર “મહામહોપાધ્યાય પોપટલાલ મહાકમચંદ” મુ. અમદાવાદ” એવું નામ લખાવ્યું. આ વખતે મનમાં આશંકા થઈ કે બ્રાહ્મણ અથવા વેદાંતીઓમાં આવી પદવી હોય છે. આ નામ કઈ વણિકનું હોય તો આ મહામહોપાધ્યાયની પદવી કેમ બંધબેસતી થાય ? પણ તે પદવી તેમણે ભાઈશ્રી પોપટલાલભાઈને આપી હતી.
Page #182
--------------------------------------------------------------------------
Page #183
--------------------------------------------------------------------------
________________
પૂ. શ્રી મણીબેન રણછોડભાઈ મોદી
Page #184
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૩૧
www.
મને પરમાર્થ હવે ખરી રીતે સમજાય છે. પહેલાં મને મેહને કારણે કોઈ પ્રવૃત્તિમાં ઝંપલાવવાનો વખતોવખત બહુ જ આગ્રહ રહ્યા કરતો. હું જે રાજ્યમાં નોકર હતો તે રાજ્યના કર્તા તથા મુખ્ય મંડળની શીતળ છાયાને લઈ મારા કામમાં મને કોઈ દિવસ આડખીલી થતી નહી'. તેથી પરોપકાર અર્થ વ્યવસાય ચલાવવાનો શોખ વધતા જતા હતા. એક ગૃહસ્થ આવી માગણી કરી કે પોતાની મૂડીથી, પોતાના માણસોથી, રાજ્યની હદ બહાર તે કશેક વ્યવસાય શરૂ કરવા માગે છે એ કામમાં નુકસાન થાય તો મારે કંઈ ન આપવું અને નફા મળે તો અમુક ભાગ આપવો. આવી ચાખી નફાની વાત હતી, તે પરમકૃપાળુ દેવ પાસે મૂકી. તેઓશ્રીએ મને તેમાં પડવા ના પાડી. તે વખતે મારા મનમાં સંતાપ થયો કે આવા લાભની વાતમાં પણ પરમકૃપાળુ દેવ કેમ પ્રતિકૂળ થયા ? થોડા વખત પછી તે ગૃહસ્થને પોતે શરૂ કરેલું કામ કાંઈ પણ નફો મેળવ્યા સિવાય ખોટ ખાઈ સમેટી લેવાની જરૂર પડી હતી એ હકીકત મેં જાણી, તો પણ આવા બનાવથી પરમકૃપાળુ દેવ પ્રત્યે અનન્ય આશ્રયભાવ કે પરમાત્મપણાને ભક્તિભાવ ઉત્પન્ન થયો નહોતો. છતાંય નિગૂઢ રીતે કોઈ અપૂર્વ શ્રદ્ધાભાવ ઉત્પન્ન થઈ વૃદ્ધિ પામ્યા કરતા હતા. e પરોપકાર અને શુભ માગે ધન વાપરવાની પરમકૃપાળુ દેવ સાથે એક ચર્ચા થઈ હતી. અને તેવી કોઈ સંસ્થા હોય કે જેમાં વાપરેલું ધન ગેરરસ્તે વપરાવાનું બને નહી, એ બાબતમાં તેવું કેઈ કાયર ભવિષ્યમાં નિર્ણત થયે જણાવવા પોતે ફરમાવ્યું હતું. અને તેઓશ્રીના દેહોત્સગ પહેલાં થોડા સમય અગાઉ “પરમશ્રુત પ્રભાવક મંડળ” તથા “ખંભાત સુબોધક પુસ્તકાલય’ના કાર્યમાં યથાશક્તિ ઊભા રહેવા સૂચન થયું હતું. આ બને સંસ્થાઓ અંગે તેઓશ્રીના નિર્મળ જ્ઞાનના પ્રભાવ અત્યારે અંતરમાં વેદાય છે.
- ઘરમાંથી મારાં ધર્મપત્નીએ ગુજરાત વર્નાકયુલર સોસાયટીના આજીવન સભ્ય થવું એમ પરમકૃપાળુ દેવની આજ્ઞા થયેલી તે મુજબ તેમનું આજીવન સભ્ય તરીકે નામ નાંધાવ્યું હતું.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૩૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
છે. પરમકૃપાળુ દેવશ્રી પોતે વાત કરતાં ‘ અમે’ શબ્દ બહુ વાપરતા. એક વખત એકાંતમાં સવાલ કર્યો હતો કે આવી રીતે વાત કરવી યા બલવું એ હુંપદપણું સૂચવે છે એમ નથી લાગતું ? ત્યારે તેઓશ્રીએ તેનો અર્થ સમજાવ્યો હતો કે, અ=નહી’ અને મે=હું. તેથી અમે હું નહીં એવા અર્થમાં “ અમે’ શબ્દ વાપરીએ છીએ. આ વખતે તત્ત્વજ્ઞાન સંબંધી કંઈ મનને નિર્ણય થયેલો નહી હોવાથી એ અર્થનું મહત્ત્વ લાગ્યું નહોતું. હવે એ શબ્દનું ગાંભીય અને તે શબ્દ વાપરવામાં પરમકૃપાળુ દેવની તેવી ખરી -વીતરાગ દૃષ્ટિ અને સ્થિતિનું ભાન થાય છે. અર્થાત્ તેઓશ્રીના ખરો આશય યથાર્થ સમજાય છે. એ રીતે કદી તેઓશ્રી વાત કરવામાં કે ખુલાસા કરવામાં સામાન્ય રીતે પોતાપણું આરોપતા
સામાન્ય રીતે સુરત જિલ્લામાં રાંધેલી દાળ સાથે દહીં ખાવાના રિવાજ વિશેષ હતા. પોતે એક વખત જણાવેલું કે રાંધેલું -અને ઠંડું પડી ગયેલું દ્વિદળ એટલે કેાઈ જાતનુ' કઠોળ, દૂધ-દહીં મેળવી જમવાના ઉપયોગમાં લેવું નહીં'. આવું ઘણી જગ્યાએ જૈનાચાર્યો કહેતા આવ્યા છે. તે વખતે આ વાત સમજાઈ નહી પણ અત્યારે સમજાય છે. અતી'દ્રિય જ્ઞાન વિના ખરી હકીકત ભાસ્યમાન થઈ શકે નહીં. જે વાત મહાન સૂફમદશક યંત્રથી ઍકટેરિયોલોજી હાલ સિદ્ધ કરે છે, તે જ અતીન્દ્રિય જ્ઞાનવાળા સહેજે સમજી શકે છે અને આવા મિશ્રણને નિષેધ એ સ્વાભાવિક રીતે સમજાય છે.
શ્રીમદજીની કારુણ્યવૃત્તિનો એક બીજો દાખલો પણ નોંધપાત્ર છે : તે એ કે જ્યારે ધરમપુરના પહાડી પ્રદેશમાં અમે સાથે હતા તે અરસામાં એટલે સં'. ૧૫૬ ના ચૈત્ર માસમાં અમારા રાજ્યકર્તાના મુલકમાં પોલિટિકલ એજંટ સાહેબને મુકામ થયે હતા. તે સાહેબના સમાન અર્થે શિકારની ગોઠવણ થઈ હતી. પણ જાનવરના સભાગ્યે જ્યાં દયાના ઝરા વહેતા હોય ત્યાં દૈવી રક્ષણ મળ્યા વિના કેમ રહે ? એ બનાવને ગમે તેમ ગણવામાં આવે પણ એટલું ખાસ નોંધવાની જરૂર છે કે જ્યાં સુધી શ્રીમદ્જીની સ્થિતિ એ મુલકમાં રહી ત્યાં સુધી શિકાર મળી
Page #186
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૩૩
શક્યો નહી. પરમકૃપાળુ દેવશ્રી ત્યાંથી પધારી ગયા અને સાહેબને મુકામ પડોશી રાજ્યમાં થયો ત્યાં તેને પાછળથી શિકાર મળ્યાના સમાચાર સાંભળ્યા હતા. - પરમકૃપાળુ દેવના ધરમપુરના નિવાસ વખતે મારા તરફથી ડાઘુઓ માટે એક આશ્રયસ્થાન બનાવવામાં આવતું હતું ત્યાં હરવખત જવું થતું હતું. એ આશ્રયસ્થાનની બાજુમાં નાના સરખા બગીચો અને જુદાજુદા રંગના પાંચીકાથી કેાઈ લેખ ચિતરવાનો વિચાર થયો હતો. શા લેખ ચિતર એ બાબત શ્રીમદ્જીને વિનંતી કરી પૂછવામાં આવ્યું હતું. “ભાવના સિદ્ધિ ”” એ લેખ માટે સૂચન થયું હતું. આ લેખનું મહત્ત્વ તે વખતે સમજાતું હતું તેના કરતાં અત્યારે વિશેષ સમજાય છે. મારી સમજણ પ્રમાણે તો સુખદુઃખના હરકોઈ સમયે આ મુદ્રાલેખનું સમરણ દરેકને બહુ જ ઉપયોગી અને શાંતિદાયક થઈ પડે એમ લાગે છે.
ઉપર જણાવેલા આશ્રયસ્થાને શ્રીમદ્જી સાથે વખતોવખત જવાનું બનતું. ત્યાંથી મેડી રાત્રે ઘેર આવતાં કઈ કઈ વાર શ્રીમદ્દજી પોતે એકલા એ સ્થળેથી થોડે દૂર ઝાડીમાં જતા અને પૂછે કે તમને સર્પ કે વાઘનો મેળાપ થાય તો ડર કે કેમ ? એ સવાલ પૂછતાં હું જવાબ આપતો કે આપની સમીપે તો ડરીએ નહીં. પણ પ્રત્યક્ષ તેની પરીક્ષા થયા સિવાય શું કહી શકાય ? તેનો જવાબ શ્રીમદ્જી તરફથી મળેલા પણ અત્યારે તે યાદ નથી. એ આશ્રયસ્થાનના બગીચામાં નવી કેળા નાખી હતી તેમાંની એક કેળને નવાં પલ્લવ આવેલાં હતાં. એક પ્રસંગે. સવારને વખતે પવનની લહેરથી તે પલવ ફરફરી રહ્યું હતું તેથી ઘણું રમણીય ભાસતું હતું. તે જોઈ આ લખનારની દૃષ્ટિ તે પાનની મનોહરતા પર પડી તે જોઈ શ્રીમદ્જીએ મને જણાવ્યું કે મન તેમાં બહુ આકર્ષાશે તે ત્યાં ઊપજવું પડશે. તે આશ્રયસ્થાનમાં એક બ્રહ્મચારી સાધુ તે વખતે રહેતા હતા તે જણાવતા કે રાતને વખતે બાગમાં એક સાપ આવે છે. તે મોઢામાંથી મણિ મૂકી ચરવા જાય છે. તે સમયે અજવાળું થઈ રહે છે. શ્રીમદ્જીએ તે પર લક્ષ નહોતુ આપ્યું તેમ સાધુએ એ વાતની પ્રતીતિ કઈ વખતે કરાવી નહોતી.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૩૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
લગભગ એક માસ સાથે રહ્યા છતાં, બેસવું, ઊઠવું, સૂવું એ બધા જ પ્રસંગ સાથેનો હોવા છતાં તેમ જ વચ્ચે કેઈની પણ દખલગીરી નહીં હોવા છતાં શ્રીમદ્જી સાથે સહુચારીપણા સિવાય વિશેષપણે અંતરાત્મા જાગ્યા નહોતા. તેઓશ્રીના દરેક કાર્યમાં નિર્મળતા અને રવરછતા તથા નિર્દોષતા જોવામાં આવતી, છતાં આ પ્રદેશમાંથી શ્રીમદ્જી મુંબઈ જવા નીકળ્યા તે વખતે વળાવવા સાથે ગયા ત્યારે રસ્તામાં વાતચીતના પ્રસંગે મેં અસભ્ય અને અવિનયભર્યો શબ્દ ઉચ્ચાર્યો હતો. આ લખનારને ખાસ યાદ છે કે રસ્તામાં તે વખતે બીજી બાબતો ઉપર વાત ચલાવી કરુણાદ્ર હૃદયે પોતે શ્રી “ભગવાન” છે એવું કબૂલ કરાવી પોતાની પાસે એ કઠોર વચનની માફી મંગાવી હતી. આજે તે દેશ્ય સંભારતાં રોમાંચ ઊભાં થાય છે. તે વખતની તેમની મુદ્રા અત્યંત અનંત કરુણાથી ભરેલી, ઓજસ્વી લાગતી હતી. શાસ્ત્રમાં કહ્યું છે કે સપુરુષ ભગવાનરૂપ, કરુણાના મહાસાગર હોય છે. તેમની કરુણા સ્વયંભૂરમણ સમુદ્ર સાથે હરીફાઈ કરતી હોય છે. તે ભગવાનની કરુણા અનંત અને અપાર છે, તેને ત્યારે અનુભવ થયો. જેનું જ્ઞાન સંપૂર્ણ નિરાવરણ હોય તે પુરુષ જ આમ કરુણા કરી શકે. સામાન્ય મનુષ્યનું શું ગજું ? ત્યાર બાદ મુંબઈ પાસે શીવ, વલસાડ, તિથલ અને મોરબી તથા વઢવાણ કૅમ્પમાં સમાગમ ચાહીને ઈચ્છન્યો હતો. સાથે ને સાથે ઘડી પણ જુદા ન રહેવાના ચાગ બન્યો હતો છતાં “તસ્વાતત્ત્વના નિર્ણય કરવા મેં જરાય દરકાર કરી નહોતી.
ભગવાન તે માત્ર નિરંજન નિરાકાર જ હોઈ શકે. જૈન સિદ્ધાંત કઇ બાબતના નિર્ણય ઉપર નથી એવું નાનપણથી મનમાં ઠસેલું હતું' તથા પશ્ચિમની યાંત્રિક - તાંત્રિક વિદ્યાના પરિચયથી જડવાદ મગજમાં ભરેલો હતો. બીજુ કાઈ સાધ્ય કરવા તરફ લક્ષ રહેતું જ નહી'. ન્યાય, નીતિ એ જ દરેકનો ધર્મ હોઈ શકે; પણ ખરું કહીએ તો બધા એકાંતિક આગ્રહ હતો. વિવેકપૂર્વક સમજવાની તે વખતે ખામી હતી, જે થોડા અંશે પાછળથી એછી થવાનું ભાસ્યમાન થતું હતું. મોરબીના સમાગમ વખતે મારા એક વાવૃદ્ધ પૂ. વડીલ કુળદેવીની માનતાએ ગાંડલ જતા હતા, ત્યારે
Page #188
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન :: ૧૩૫
www
w
શ્રીમદ્જીએ તેઓને વાર્યા અને જણાવ્યું કે ‘તેનું જોખમ બધું અમે અમારે શિરે રાખીએ છીએ.’ પણ આગ્રહને લઈને એ ભાઈને માનતાએ જવાનું થયું અને ત્યાં તેઓ હેરાન થયા હતા એમ પાછળથી સમજાયું હતું. | શ્રીમદ્જીને એક વખત મે સવાલ પૂછયો હતો કે જૈન ધર્મના
ધ પ્રમાણે કેઈ સાધુ વિચરી શકે નહીં, હોઈ શકે નહીં'. હાલ એવા કેઈ સાધુ પુરુષ હશે ? જવાબ મળે “હોઈ શકે.” - વ્યાવહારિક પ્રસંગોના સવાલના જવાબમાં શ્રીમદ્જી હમેશાં ઉપેક્ષા દાખવતા. શ્રીમદ્જીના દેહોત્સગ પછી “શ્રીમદ્ રાજચંદ્ર” નામનો ગ્રંથ (મેટો) છપાઈ બહાર પડયો અને તે ગ્રંથનું અવલોકન કર્યું ત્યારે જ શ્રીમદ્જી કેવી દશાના પુરુષ હતા તે સમજાયું. અર્થાત્ તેમનું ભગવતસ્વરૂપ યથાતથ સમજાયું છે તથા જગત અને જીવનું ભાન થયું છે. તેઓશ્રીની ભાષા અને કથન એ પુસ્તક દ્વારા અદ્દભુતતાનો ચિતાર આપે છે. તેઓશ્રીની બધી કૃતિ સહેજ જ હતી, તે સ્વાભાવિક સમજાય છે. કર્મના નિયમનું સાચું ભાન જિજ્ઞાસુ મુમુક્ષુને આ પુસ્તકમાંથી મળી આવે એવું મારું માનવું છે. તત્ત્વાતત્ત્વનું ભાન થવા માટે આ
શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથ બીજરૂપ છે, અને તે સમજણને ખીલવનાર તથા પોષણ આપનાર પૂ. ભાઈશ્રી પોપટલાલભાઈ
મહામહોપાધ્યાય.” મુનિશ્રી શ્રી લઘુરાજ સ્વામી વગેરેને આભાર માની તેઓને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરું છું.
આ જગતના ત્રિવિધ તાપના નિવારણ અર્થે શ્રીમદ્જી પરમકૃપાળુ દેવનાં વચનામૃતો જુગાજુગ પ્રસિદ્ધિને પામે ! શ્રી રાજચંદ્ર ભગવાન પ્રત્યે આજ પર્યત જાણતાં-અજાણતાં થયેલ
અવિનય, અશાતના, અયોગ્યતા માટે માફી માગી અંત સમયે ફક્ત તેઓની જ સેવા મળી, તેમના ચરણમાં જ નિવાસ મળી એટલું ઇરછી અંતઃકરણપૂર્વક નમસ્કાર કરું છું', ત્રિકાળ નમસ્કાર
દાસાનુદાસ અલ્પજ્ઞ સેવક રણછોડદાસ ધારશીભાઈ
Page #189
--------------------------------------------------------------------------
________________
સદ્ગત ભગવાનલાલભાઈના
વ્યક્તિત્વની ઝાંખી
લેખક : નાનાલાલભાઈ ખીમચંદભાઈ પારેખ ભગવાનલાલભાઈમાં કુટુંબવાત્સલ્ય ઘણું હતું. એ એમની ખાસ લાક્ષણિકતા હતી. એમના મૃહદયની એ સાક્ષી પુરાવતી હતી, તેથી જ સામાન્ય સંબધોમાં પણ તેઓ અસાધારણ સહાનુભૂતિ દર્શાવતા. કેટલીક વાર તો એમ પણ ભાસતું કે જાણે તેઓ પોતાના સંબંધમાં આવતા જીવોનું આત્યંતિક ઋણ ચૂકવવા જ ન આવ્યા હોય ! એમાંથી એમની અદ્દભુત નિઃસ્પૃહ વૃત્તિ જાગી હતી. કૌટુંબિક સંબંધમાં જસાણી કુટુંબ સાથે તેમને સારા સંબંધ ચાલ્યા આવતો. શ્રી નાનાલાલભાઈ અને શ્રી બેચરલાલભાઈને તો તેઓ વડીલ જ ગણતા. શ્રી મોહનલાલભાઈ સમવયસ્ક હોવાથી તેમની સાથે સહોદર જેમ જ વર્તતા. શ્રી અમૃતલાલભાઈ તો માસીના દીકરા હતા એટલે તેમની સાથેના સંબંધ પણ મધુર આત્મીય અને આહલાદક હતા.
જસાણી કુટુંબનાં પુત્રો અને પુત્રીઓ સાથે પણ પોતાનાં પુત્રપુત્રીઓ જેવા જ ભાવ રાખતા. શ્રી ગોપાળજીભાઈ અને તેમના સંબંધ પ્રથમ તો વેપારી સંબંધ હતો. પછી તે ભાગીદારીમાં પરિણમ્યા. બીજા પણ ભાગીદારો હતા અને સૌ તેમના તરફ પ્રેમ–આદરભાવ રાખતા. એક જ પંક્તિએ તેઓ જમવા બેસતા, તેવી એકતા તેઓમાં હતી. આમાં શ્રી ગોપાળજીભાઈ તેમના અજોડ અનુરાગી હતા; તે જાણે તેમના પડછાયા હોય તેમ વતતા. ભગવાનલાલભાઈની તે સતત સંભાળ રાખતા. તે તેમના હંમેશના સહચારી બન્યા હતા. અને લગભગ બધે જ સાથે હોય.
Page #190
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૩૭
www
!
તેમના વિના શ્રી ગોપાળજીભાઈ લાંબો સમય રહી જ ન શકે. સવારે ઘરે આવ્યા જ હોય; વળી રાત્રે પણ લટાર મારી ગયા જ હોય. વાતો તો બને ભાગ્યે જ કરે, છતાં પણ એકબીજાની એકતાનો મૌન આનંદ અને અનુભવે. આવો લગભગ તેમના વર્ષોજૂના સંબંધોને દૈનિક કેમ હતા. તેમના વ્યાવહારિક અને વેપારી હિસાબને લગતું તથા કુટુંબને સ્પર્શતું કામ શ્રી ગોપાળભાઈ જ ઉપાડી લેતા, જેથી તેમને ઓછામાં ઓછો શ્રમ પડે. તેમના કામની ગોપાળભાઈ સારી તકેદારી રાખતા. આ રીતે તેઓ તેમના સાચા અનુજ બન્યા હતા.
શ્રી ચીમનલાલ મણિયાર સાથે તેમને અંતરંગ મેળ હતો. જીવનના ગુહ્યતમ કેયડાઓમાં તેમની પાસેથી માર્ગદર્શન મળતું અને અનેરી શાંતિ અનુભવતા. અંત સમયે પણ શ્રી મણિયારની હાજરીથી તેઓશ્રીએ ખૂબ આનંદ અને આશ્વાસન મેળવ્યું હતું. આમ શ્રી મણિયાર તેમના મિત્ર તરીકે છેવટ સુધી રહ્યા હતા. મને પ્રથમ મેળાપ સને ૧૯૩૭ માં થયે, જો કે સ્પષ્ટ યાદ નથી. પણ પહેલી છાપ એવી પડી કે કદાચ એ મેટા વેપારી હશે અને તેમનું બીજી બાબતોનું જ્ઞાન સાધારણ હશે. તે વખતે તેઓ કરાંચીના ઘરની અગાસીમાં બાંકડા પર બેઠા હતા. પૂ. ભાઈશ્રીએ કાંઈ પૂછ્યું ત્યારે મે' જવાબ એ આપ્યા કે જાણે તે બાબતમાં હું ઊંડું જ્ઞાન ધરાવું છું. તે વખતે મારા મનમાં એવું થતું કે આવી બાબતમાં વેપારી માણસ શું સમજે ? સૌથી પ્રથમ આ વાર્તાલાપ હોય તેવો મને ખ્યાલ છે.
તેમની મુખમુદ્રા સૂચવતી કે અંદરનો પ્રકાશ બહાર ન આવી જાય તેની જાણે તેઓ તકેદારી રાખતા ન હોય ! તેઓ જ્ઞાન અને સમજણના અનુભવથી રંગાયેલા હતા એટલે દરેક બાબતમાં ખૂબ ઊંડાણથી ઊતરી શકતા અને તેનાં પરિણામને જોઈ શકતા. અનુભવી પુરુષમાં જે એક જાતની ઠાવકાઈ હોય છે તે તેઓશ્રીમાં ભારોભાર ભરેલી હતી. ૧૯૩૭ માં તો કરાંચીમાં સ્વજનોની ભારે જમાવટ થઈ હતી. સૌ શાંતિથી, સંપથી, આનંદથી રહેતા, હળતામળતા અને કિલ્લોલ કરતા. તેમાં પૂ. ભાઈશ્રીનું સ્થાન અને ખુ" હતું. તેમનું અનોખું વ્યક્તિત્વ નિરાળું તરી આવતું હતું.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૩૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
*
ભરાવદાર શરીર, ઉપર શુદ્ધ ખાદીનાં સાદાં વસ્ત્રો, ધોતિયું અને ઝમ્બા-ટોપી ભાત પાડતાં. બધાની દૃષ્ટિ તેમના તરફ રહેતી. તેઓ સૌના સલાહકાર હતા, દીન-દુ:ખીના તો બેલી હતા. મુત્સદ્દી માણસની આવજા પણ હરદમ ચાલ્યા કરતી. મને ઘણી વાર થતું કે એવું તે તેમનામાં શું છે ? જોઈ એ તો આપણા જેવા જ માણસ ! દૈનિક ક્રમમાં પણ તેવું. બાહ્ય જપતપ, વ્રત કશું જ નહી. કેઈ જાતની દેખીતી ક્રિયાકાંડી વૃત્તિ નહી. જે આવ્યું. તેનાથી ચલાવે. કોઈ જાતને મતાગ્રહ નહીં'. પ્રત્યક્ષ રીતે પૂરા વ્યવહારી. વેપારી સંસારી પુરુષ હોવા છતાં, આટલો બધે લોકલાગણીનો પ્રવાહ તેમના તરફ શા માટે વન્ય હશે ? . - જીવનના અનેકરંગી કમામાં અમુક ચોક્કસ ગુણોની સત્યતા જેનામાં જળવાતી હોય છે તેના તરફ લોહચુંબકની જેમ મનુષ્યોને પ્રવાહ ખેંચાયેલો રહેતો હોય છે. તેવું જ પૂ. ભાઈશ્રી તરફ સૌનું ખેંચાણ હતું. નાનામોટા, શ્રીમંત કે ગરીબ સૌને તેમના સાંનિધ્યમાં બેસવાથી એક જાતની આંતરિક શાંતિનો અનુભવ થતો. મારો અને મારી જાણમાં છે તેવા અનેક નેહીઓનો આ નિત્ય અનુભવ હતો. ઉજજવળ આત્મા પાસે બેસવાથી જે પરોક્ષ અને વિશુદ્ધ આનંદ ઊભો થાય છે તે અનુભવ પૂ. ભાઈશ્રી પાસે કલાકોના કલાકો વગર વાતચીતે બેઠા રહેવાથી પણ થતો. તેમની એક સૌમ્ય દૃષ્ટિ જ કેટલીક વાર મનના ઉકળાટને શાંત કરવા બસ થઈ પડતી હતી.
પ્રાચીન કાળમાં ઋષિઓના પ્રભાવ પ્રવર્તતો. પછીના કાળમાં રાજર્ષિઓની આણ વર્તાતી. વર્તમાનકાળમાં પુણ્યશાળી અને સંસારી છતાં પવિત્ર અને ત્યાગી, વ્યવહારમાં હોવા છતાં અનાસક્ત એવા નવા સંસારષિઓને પ્રભાવ પ્રવર્તાવાના હોય એવું લાગે છે. આવા આત્માઓનું લક્ષ્ય પ્રાણીમાત્રની સેવા હોય છે. મનુષ્ય માત્ર માટે નિઃસ્વાર્થ, પૂર્ણ, સહુદય પ્રેમ હોય છે. આ લક્ષ્યની સિદ્ધિ માટે આવા આત્માઓ પોતાની રીતે પ્રયત્ન કરતા હોય છે. પૂ. મહાત્માજીએ સંસારમાં રહી, સત્ય અને અહિંસાના પાઠ ભણાવી માનવસેવા કરી. આવા અનેક આત્માઓ સંસારમાં રહી અદૃષ્ટ રીતે દીન-દુઃખીઓની સેવા કરતા હોય છે. આવી જ
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુલન : : ૧૩૯
www
સેવા પૂ. ભાઈશ્રી અંતકાળ સુધી કરતા ગયા છે. માનવમાત્રના સુખ માટે, કલ્યાણુ માટે, તેમનું કરુણાપૂર્ણ હૃદય છલકાતું હતું. તે એમના નિકટના સહવાસમાં આવનાર સ્પષ્ટપણે જોઈ શકતા હતા. જેમ વિરલ આત્માઓના જીવનમાં એક પ્રકારની સુસ’વાદિતા જળવાતી હાય છે તેવી જ સ`વાદિતા પૂ. ભાઈશ્રીના જીવનમાં જોવામાં આવતી હતી.
તેમનુ... ખાલ્ય જીવન, કુમાર જીવન, કુટુંબ જીવન, વ્યાપારી પ્રવૃત્તિ, રાજકીય પ્રવૃત્તિ અને અન્ય પ્રકારની સામાજિક અને સાંસ્કારિક એવી ઘણી પ્રવૃત્તિમાં તેમનું આત્મશ્રદ્ધાથી ભરેલુ ધાર્મિક હૃદય દૃષ્ટિગેાચર થયા કરતું હતું. વિશાળ બુદ્ધિ, સમતાલવૃત્તિ, તલસ્પર્શી વિચારશક્તિ, સ’પૂર્ણ ઉદારવૃત્તિ, સાચી પારખશક્તિ અને કરકસરવૃત્તિ, અનન્ય પૂજ્ય ભાવ વગેરે ઘણા ગુણા તેમના જીવનમાં આતપ્રોત થયા હતા. વેપારી અને વ્યવહારી સમજ અસામાન્ય હતી, છતાં જાણે તેએ કાઈ પૂર્વના ચેાગને પૂરા કરવા જ ન આવ્યા હેાય એવું લાગતું હતું. કુટુંબસેવા અને કુટુંબપ્રેમના પદા પાઠ શીખવવા જાણે. પેાતે અવતાર ધારણ કર્યા હાય તેમ પણ લાગતું હતુ. વિવેકબુદ્ધિ એટલે નીરક્ષીર સમજવાની શક્તિ. બુદ્ધિ તે સૌમાં હાય જ છે, દરેક વ્યક્તિ બુદ્ધિથી વ્યવહાર ચલાવે છે, પણ એ સામાન્ય બુદ્ધિશક્તિ હાય છે. જ્યારે અસામાન્ય વ્યક્તિઓમાં બુદ્ધિના ચમકારા પ્રમળ રીતે ચાલુ હાય છે, ત્યારે અંતઃકરણના ભાવ પ્રમાણે તેએ પેાતાની સાથે અન્યને દોરે છે. તેમની પારદશી દૃષ્ટિ મધું પામી જાય છે અને પલકારામાં ખરા નિર્ણય લેવાઈ જાય છે. જ્યાં સુધી અનિષ્ટ ન થવાતું હેાય ત્યાં સુધી ભલે ચાલવા દે, પણ જ્યારે લાગે કે આમાંથી અનિષ્ટ થશે ત્યારે તે નિણુ ચેાને અમલમાં મુકાવતાં તેઓ અચકાતા નથી. એટલુ જ નહિ પણ પેાતાના પ્રભાવથી તેઓ તે માટેનુ અદ્ભુત મનેાખળ પણ દર્શાવે છે. પૂ. ભાઈશ્રીમાં આવી વિશાળ વિવેકબુદ્ધિ હતી. દરેકેદરેક પ્રસ`ગમાં તે વસ્તુના તાગ પામી જતા. વેપારમાં કે અન્ય કાર્યમાં પણ તેઓની નિણૅયશક્તિ સાચુ· પામી જતી. અંતર્મુદ્ધિના વ્યાપારા અગમ્ય છે, વિવેકબુદ્ધિ એ અંતરની સાથે સકળાયેલી સૂક્ષ્મ
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૪૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન w
www પ્રજ્ઞા . આવી પ્રજ્ઞાવાળા માણસ થોડા હોય છે. તેમને અંતરની કેઈ અજબ સૂઝ હોય છે. આવી સૂઝને લીધે તેમના જીવનમાં વિવેક ઊભરાતો હોય છે. વિશાળ વિવેકબુદ્ધિ હોય ત્યાં અપાર માનવતા, જીવમાત્ર પ્રત્યે પરમ દયા, અસંગવૃત્તિ હોય છે. પૂ. મહાત્માજી સામાન્ય માનવ હતા. તેમના કરતાં બુદ્ધિશાળી ઘણા હશે. તેમના કરતાં ત્યાગી અને સંયમી પણ ઘણું હશે. તે છતાં તેમની અતિપ્રજ્ઞાશક્તિ એટલે કે અંતરની સૂઝ એવી હતી કે
જ્યાં કોઈની બુદ્ધિ પહોંચતી નહોતી. એ સૂઝ પ્રમાણે તેમણે પિતાનું અને અન્યનું જીવન ઘડયું હતું. આવા વિરલ આત્માએ જ માનવજાતિને માર્ગદર્શક કાર્ય કરી જાય છે. પૂ. ભાઈશ્રીમાં ભલે મહાત્માજીના જેટલી શક્તિ વિકસિત ન હોય છતાં, એમનામાં પણ એવી થોડી અંતરસૂઝ હતી. એ શક્તિથી તેઓ ઘણું કરી શકયા છે. પૂ. ભાઈશ્રી આટલા મોટા જનસમુદાયમાં જે સુવાસ મૂકી ગયા છે તે તેમની તલસ્પર્શી અંતરસૂઝને લીધે જ..
- સાધારણ રીતે સમતોલતા એટલે તટસ્થ વૃત્તિ. પણ તટસ્થતામાં એક જાતની ઉદાસીનતાને ભાસ થાય છે, પણ તેઓ કોઈ પણ પ્રવાહમાં તણાયા સિવાય વસ્તુને ચોગ્ય રીતે જોઈ શકે છે. મહાન આત્માઓમાં આ ચારિત્ર્યગુણ ભર્યો હોય છે. આ ગુણને લીધે પિતાના માર્ગદર્શક પ્રકાશથી તેઓ લોકોને આગળ ધપાવે છે. આવા લોકોત્તર જનો પાસે આશ્વાસન મેળવવા અનેક લોકો આવે છે. નાના નોકરથી માંડીને સિંધના મેટા નેતા જયરામદાસજી સુધી પૂ. ભાઈશ્રી પાસે આવતા, સલાહ લેતા અને માર્ગદર્શન મેળવતા તે આ ગુણશક્તિને કારણે. તટસ્થ અને સમતોલ માણસોમાં પૂર્વગ્રહોથી દૂષિત થયેલું માનસ હેતુ નથી; ત્યાં તો સ્પષ્ટ દર્શનનું તેજ પ્રકાશનું હોય છે. જે આવે તે સૌના અંતરપટ પર પ્રકાશ પડે છે. આવી ગુણશક્તિ પૂ. ભાઈશ્રીમાં હતી તેથી તેઓ દરેક વાતના પાર પામી શકતા. એટલે જ તેમણે ઘણા ઝંઝાવાતાને જીરવવાની અદ્દભુત શક્તિ કેળવી હતી. વેપારમાં, વ્યવહારમાં તેમ જ કુટુંબમાં આવેલા ઘણા આઘાતાને તેમણે આ શક્તિથી જ હળવા બનાવ્યા હતા અને અન્યના માર્ગદર્શક અને આશ્વાસક બન્યા હતા. :
Page #194
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૪૧
www
~~
સાધારણ માણસા વિચાર કરે છે, પણ તેમાં એકાગ્રતા નથી હોતી. વિચાર તે ચાલ્યા કરે, પણ તેને એકાગ્ર કરવું એ જુદા પ્રકારની શક્તિ માગી લે છે. તેમાંથી જ સાધના શરૂ થાય છે, અને ત્યારે જ તે ધાયું" પરિણામ લાવી શકે છે. પૂ. ભાઈશ્રી હ‘મેશાં કઈ વિચારમાં તલ્લીન હોય તેવું લાગતું. છાપું વાંચતા હોય ત્યારે વાંચેલું જાણે પામતા જતા હોય તેવું લાગે. પાતાના કે પારકા વિચારના મૂળમાં પેસી જઈ તેની યથાર્થતાનુ' દન કરે છે. તેથી જ આવા પુરુષોના એક વર્ગ જ એવા હાય છે જે પેાતાના વિચારદર્શન પ્રમાણે વર્તન અને કાય નુ નવસર્જન કરતા જાય છે. આવી તલસ્પશી વિચારશક્તિ એ દૈવી ખક્ષિશ હાય છે. પૂ. ભાઈશ્રીની વિરલ વિચારશક્તિ આવી હતી. આ શક્તિ વડે તેઓ અન્યને વ્યવહાર કે મુશ્કેલીએના અધકારમાંથી સત્યકા ના પ્રકાશમાં લઈ જતા. તેથી જ તેમના પરિચયમાં આવનાર તેમના અનુરાગી બની જતા.
પૂ. ભાઈશ્રીના અંતરની ઉદારતા અસીમ હતી. તેમની આર્થિક ઉદારતાનાં દૃષ્ટાંતા તા અસખ્યુ છે જ, પણ માનસિક ઉદારતાનાં ઉદાહરણા એછાં નથી. પરોપકારી પુરુષાનાં હૃદયા સહાનુભૂતિથી દ્રવીને એકથ અનુભવે છે; તેથી જ તેઓ અન્યને ઉપયાગી થવાની વૃત્તિ સદૈવ ધરાવે છે. કુટુંબીઓને છૂટે હાથે મદદ કરી પગભર કર્યા, સાથીઓને ઉદાર હૃદયે આત્મીય બનાવ્યા અને અ સપન્ન. સ્નેહીઓને નાનાંમેાટાં કામેામાં ભેળવી અથ - લાભ અપાવ્યા. તેથીય વિશેષ તા જેએ તેમના નિકટના સ`પર્ક માં આવ્યા તેમને ઊધ્વગામી બનાવ્યા. જેને અર્થની જરૂર હતી તેમને તે આપ્યું. અભ્યાસીને અભ્યાસ માટે ચેાજના કરી શાળાએ આપી અને રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં અને જનહિતનાં કાર્યોમાં પ્રાણ પૂર્યા. કરાંચીના શારદા મંદિરને જીવાત મનાવવામાં તેમના ઉદાર હાથ હંમેશાં મદદરૂપ થયા છે. પણ કાઈ ચાક્કસ સસ્થાને લક્ષમાં રાખી તેએ બેસી રહ્યા નહેાતા. જ્યાંથી સાચે સાદ સાંભળ્યેા ત્યાં તેઓની મદદે પહોંચ્યા જ હાય. નાનાભાઈ ભટ્ટની સસ્થા હાય કે નારણદાસભાઈની રાષ્ટ્રીય શાળા હોય, કોઈ રાહતકા હાય કે પછી રચનાત્મક પ્રવૃત્તિ હોય, તેમણે બધે જ પેાતાનું
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૪૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
www
ધન વહેતું મૂકયું હતું. હૃદયની ખરી ભાવનાથી તે દરેકને ઉત્કૃષ` ઝંખતા હતા.
મૌન તા પૂ. ભાઈશ્રીનેા સહજ સ્વભાવ હતા. ઓછા ખેલાપણું તેમના જીવનમાં વણાઈ ગયું હતું. એ મૌન ઘણી વાર ભારે અકળામણુ પણ ઊભી કરતું છતાં પિરણામે તે। સુખકારક જ નીવડતુ. મહાપુરુષામાં આ ગુણ દૃષ્ટિગોચર થાય છે. મૌનથી આત્મપ્રભા વિશેષપણે પ્રગટે છે. પૂ. ભાઈશ્રીનું લખવું કે ખેલવુ' 'મેશાં ક્રૂ' રહેતુ. જ્યાં ઘેાડાથી પતે ત્યાં એટલામાં જ પતાવતા. દીર્ઘદૃષ્ટિ અને વિશાળ વિવેકબુદ્ધિ હૈાય તે સાથે અસૂચક મૌનનેા મહે મેળ ખાય છે. બધાંની વાત સાંભળવી, બધાંને તેમની પ્રકૃતિ પ્રમાણે સમજીને એ વાકથમાં માદર્શન આપી દેવું, એ પૂ. ભાઈશ્રીની લાક્ષણિકતા હતી. આમ પૂ. ભાઈશ્રીનુ જીવન સરિતા જેવું સતત વહેતું અને શુદ્ધ રહ્યું હતું.
,,
પૂ. બહેનશ્રી પ્રત્યે ભગવાનલાલભાઈને પ્રભુપુત્રી તરીકેનુ વિશિષ્ટ પ્રકારનું માન હતું. આપણે આગળ જોઈ ગયા કે તેમના મનને સ'તાષ થાય તેમ જ તેઓ વર્તતા. તેઓશ્રીના અ`તરમાં પૂ. બહેનશ્રીના ઉત્તમેાત્તમ સદ્ગુણા પ્રત્યે આદર હતા, તેમનુ મહત્ત્વ તેમને સમજાયું હતું. તેથી નિર ંતર “ભગવાનનાં પુત્રી રૂપે તેમનું માન જાળવતા અને એમને બહુમાનની દૃષ્ટિથી જોતા અને એને લઈને છેવટની પણ તેમની અંતરની અભિલાષા હતી કે એમના સાંનિધ્યમાં જ પેાતાના દેહ છૂટે. એ અંતરેચ્છા પૂ. શ્રી ભગવાનલાલભાઈના ઉદ્ગારરૂપે નીકળેલા શબ્દોમાં નીચે પ્રમાણે વ્યક્ત થઈ છે :
પૂ. બહેનશ્રી કહે છે, “પાતે કરાંચીથી મંદવાડ પહેલાં પત્ર લખી પૃચ્છા કરે છે કે ‘સમ્યક્ત્વનાં લક્ષણ શાં?’ પણ મને લાગ્યું કે હવે દેશમાં આવવાનાં છે એટલે તેનેા જવાબ ન લખાયા. એ મારી ભૂલ આજે મને સાલે છે.”
પૂ. મહેન વવાણિયા હતાં ત્યારે તેમને પોતે લખે છે: “હુ તમારા ખેાળામાં માથું રાખીને જાઉં એ ઇચ્છું છું.” થયુ. પણ
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૪૩
www એમ જ, તે પ્રમાણે જ બન્યું અને છેવટ સુધી માથા પાસે બેસી પ્રભુમરણ કયે રાખ્યું. તે આત્માને જ્યાં હશે ત્યાં શાંતિ જ હશે.
મનુષ્યના મનનો શુભ સંકલ્પ તેના કાર્યને અવશ્ય સિદ્ધિ આપે છે. અંતરની પવિત્ર ભાવનાને અશકય કંઈ નથી—જો કે મનુષ્ય કપી શકતો નથી કે તેના સંક૯પની સિદ્ધિ કેવી રીતે થશે. છતાં પ્રબળ ભાવના એ એવી ઉત્તમ વસ્તુ છે કે ગમે તેવા વિપરીત સંજોગોને પણ અનુકૂળ કરી આપે છે; એને કેાઈ રેકી શકતું નથી. આકાશ-પાતાળને ભેદીને પણ તેનું ફળ પ્રગટ થાય છે.
મનની દૃઢ જિજ્ઞાસાને પરિણામે જ મુક્તિ આવે છે માટે કલ્યાણના ઇરછુક જીવે નિરંતર શુભ લાભો જ ચિંતવવા. શ્રી પરમકૃપાળુ દેવે કહ્યું છે :
જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, તે ભાવે શુભ ભાવના તે ઊતરે ભવપાર.”
Page #197
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવાનલાલભાઈના પત્રો અને અંતરેચ્છા
પત્ર નં. ૧
કરાંચી,
૧૫-૬-૪૨ વહાલાં બાળકો,
ગઈ કાલે તમને પત્ર લખ્યો છે, જે મને હશે. ઘેર ગયા પછી તમારી પત્ર મળ્યા છે. રવિવાર હોવાથી દુકાનેથી ટપાલ વહેલી બંધ થઈ હતી.
શ્રીપરમકૃપાળુ દેવના હસ્તાક્ષરના ફોટાઓ આપણે ત્યાં છે. તેમાં એક શ્રી વચનામૃત આ પ્રમાણે છે એમ યાદ આવે છે:
(૧) “બીજુ કાંઈ શોધ મા. માત્ર એક પુરુષને શોધી તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જે મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.”
(૨) “સપુરુષ એ જ કે જેને નિશદિન આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે. બાકી તો કાંઈ કહ્યું જાય તેમ નથી. આમ કર્યા વિના તારો કોઈ કાળે પણ છૂટકે થવાનો નથી. આ અનુભવ પ્રવચન પ્રમાણિક ગણ, ”
(૩) “ એક પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઇરછાને પ્રશસવામાં અને તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ.'
Page #198
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૪૫
wwwwwwwwww
આજકાલ વિદ્યમાન પુરુષોમાં પૂ. બાપુજી (મહાત્માશ્રી ગાંધીજી) ઉત્તમ પુરુષ છે. તેમનું થોડે અંશે પણ ભક્તિનું લક્ષ્ય રાખશે. વધારે નહિ તો “ આત્મકથા’માંથી પાંચ મિનિટ પણ સવે સાથે મળીને સમૂહ વાચન રાખશે. રાત્રે “શ્રી આત્મસિદ્ધિજી’માંથી પંદર વીસ કડીઓ ખૂબ જ શાંતિથી વિચારપૂર્વક બાલવાનું નિયમિત રાખશે. અઢવાડિયે “ આત્મસિદ્ધિજી’ પૂરી બાલાઈ રહે એમ બને તો ગાઠવશે. અનુકૂળતા પ્રમાણે કરશે. ધીરુભાઈને જે ન આવડતી હોય તો ચોપડી આપવી અને બધાએ સાથે બાલવું', બેલાવવાનું રાખવું.
લિ.
ભગવાનલાલના આશિષ
-
પત્ર નં. ૨
તીર્થભૂમિ વવાણિયા
તા. ૭-૯-'૪૫
-
(વવાણિયામાં પર્યુષણ કરવા રોકાયા હતા ત્યારને પત્ર છે) વહાલાં ભાઈ ઓ અને બહેનો,
રાત્રિના જે વિચારો આવેલા તે નીચે પ્રમાણે છે:- . (૧) મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર કરુણા કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર.
ઇચ્છે છે જે જોગી જન, (૨) રોકયા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ
જગત ઇષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ..... (૩) નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણગ નહીક્ષેભ,
મહીપાત્ર તે માર્ગના, પરમ યોગ જિત લોભ. ઇછે..... - " શ્રી. ૧૦
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૪૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
આ પદ યાદ આવતાં તેમાંથી પ્રથમ મધ્ય હે મહાપાત્ર ! વિચારતાં કાલે વાંચ્યું–જેણે જિદ્વાનો રસ છો એટલે જે નીરસ આહાર કરી શકે તેણે જગતને જીત્યુ'. મનમાં પ્રશ્ન થયા કે આ (પ્રાગ) કરું છું તે બરાબર છે? જવાબ મળ્યો કે ખોટાને સાચું કહેવું હોય તે બરાબર છે. ખરો નીરસ આહાર આપણામાં નાનુભાઈ કરે છે. જે વખતે જે મળે તે જરા પણ અરુચિ વગર આરોગી શકે છે. એ ખરા સંયમી છે. તેમની મહત્તા આજે સમજાણી છે. બીજા તમારી બા છે. તેમણે ખરો જિવાનો રસ
જીત્યા છે. તેમને બન્નેને નમન છે. | તમે બહુ જ ભાગ્યશાળી છે અને રહા એ જ પ્રભુ પાસે પ્રાર્થના છે. હમણાં તો “પરમગુરુ ” એ જાપ મનમાં ઘણા વખતથી રહે છે. ઘંટ રવિવારે સવારે ત્રણ સાંભળ્યા અને એક બુધવારે સાંભળ્યો. તેનો રણકાર જુદો જ છે. આ ધામમાં આનંદ છે. અત્યારે મનને જરા પણ ચિંતા નથી. ખૂબ આનંદમાં છું. એ આનંદ કયાં સુધી ટકશે તે ખબર નથી; તે તે પ્રભુ જાણે ! પણ હંમેશ ટકશે એમ લાગે છે. પ્રભુની ઇચ્છા હશે તેમ થશે.
જ્ઞાનીને જોયા જાણ્યા પછી હર્ષ–શેક થાય નહિ. અહીં તે બધું થાય છે. ટબુડીમાં કાંકરા જેવું છે. ગભરામણ થાય છે કે બધા બહુ વખાણે છે અને છે મીડું'. પણ હોય તે જ હોય ને અંદરથી ન આવે ત્યાં સુધી શું ? “ બીજા વખાણે અને અહંકાર આવે તો તે પાછો હઠે” “ પોતાના આત્માને નિંદે નહિ. અલ્ય'તર દોષ વિચારે નહી" તો જીવ લૌકિક ભાવમાં ચાલ્યા જાય. પણ જે પોતાના દેષ જુએ, પોતાના આત્માને નિદે તો સપુરુષના આશ્રયથી આત્મલક્ષ થાય.”
ભગવાનલાલના આશિષ
Page #200
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૪૭
wwwwwwwwwwww પત્ર નં ૩
તા. ૭-૯-૪૬ સૌ. બહેન સૂરજબહેન,
ખૂબ જ જાળવાળી છું'. મોહમાયામાંથી જાણતાં છતાં છૂટાતુ નથી.” જોકે તમે આમ લખ્યું તે ખરું છે, પરંતુ ખરું જોતાં તો તે તરફને આપણો ખરો પુરુષાર્થ જ નથી. પછી ચીલે ચાલી દોષની માફી માગ્યા કરવી. જે ભાવાર્થ (હેતુએ) પર્યુષણ પર્વ છે તે તો હૃદયમાં ઊતર્યું નથી. માત્ર શરીર ઉપર પાણી ઢોળવાની માફક આ માફી માગવાની રીત છે. કેટલાક ગરમ પાણીથી અગર સાબુથી મસળીને શરીર ઉપરનું તેલ કાઢી નાખે છે. જ્યારે એટલા પણ પુરુષાર્થ ઉપયોગ આપણી પ્રથાવાળી માફીમાં નહીં* હાય એમ ધારું છું. હું પણ એમાં જ ચીલે ચાલનારે રહ્યો એટલે બીજુ આવડે નહી'. આપ સર્વેની માફી માગું છું.
દ,: ભગવાનલાલના આશિષ
18 માગ્યા
" નથી. મત છે કે નાખે છે. તે
પત્ર ન’, ૫ પ્રિય ભાઈ જયંતિલાલ,
બને તો “શ્રી આત્મસિદ્ધિજીની ” “હે પ્રભુ ! હે પ્રભુ!” અને બહુ પુણ્યકેરા’ની, રેકર્ડ બનાવવાની ભાવના છે તે માટે કેણ ગાય તે ઠીક ? કોઈની તપાસ કરી લખશે અને શું ખર્ચ આવે છે ? કેટલી રેકર્ડ ઉતારવી પડશે ? વગેરે જણાવશે.
દુનિયામાંથી જતાં પહેલાં વવાણિયાને ખૂબ સરસ કરવું છે. રેકર્ડ ઉતરાવવી તે ‘નિયન લાઈટ’ના અક્ષરોમાં ! તેમ જ રેકર્ડ સાથે લાઈટ થતી આવે અને બદલાતું જાય એવું કાંઈ નવું કરવા વિચાર છે.
ભગવાનલોના આશિષ
Page #201
--------------------------------------------------------------------------
________________
અંજલિ
[રાજકોટનિવાસી સ્વ. શ્રી ભગવાનલાલ
રણછોડદાસ મોદીની જીવનપ્રતિભાને અંજલિ ] . - “સ્વર્ગસ્થ એક વીર અને વિરલ આત્મા હતા. સ્વજનો તથા એમના સંપર્ક માં આવનાર સૌને એમની જીવનસુરભિ આફ્લાદક બનતી હતી. બીજાઓને અર્થે જીવવું અને જરૂર પડયે ખપી જવું એ આ નમ્રાત્માને જીવનમંત્ર બની ગયો હતો. એ જ રીતે તેઓ જીવ્યા અને એ જ રીતે એમણે જીવન ત્યાગ્યું.”
આ સંસ્થાના કરાંચીના દિવસના સદાના પ્રાણપોષક અને ઉપ-પ્રમુખ તથા ટ્રસ્ટી શ્રી ભગવાનલાલ રણછોડદાસ મોદીના કરાંચીમાં સને ૧૯૫૦માં સ્વર્ગવાસ થયે, ત્યારે સંસ્થાના ટ્રસ્ટીમંડળે આ મહાનુભાવના અપ્રતિમ કોટિના જીવનને ઉપરોક્ત શબ્દોમાં અંજલિ આપી હતી.
હૃદયના ઊંડાણમાંથી સરેલા આટલા જ શબ્દોએ આ મહાનુભાવને કેટલી ભવ્ય અંજલિ આપી છે ! એથી ઘણી વિશેષ અંજલિના તેઓશ્રી અધિકારી હતા. 0 ભગવાનલાલભાઈનો જન્મ ગાંડળ મુકામે સંવત ૧૯૪૮ના કારતક સુદ પાંચમના રોજ થયો હતો. પિતાશ્રી રણછોડભાઈ છેક એ દિવસેમાંય રાષ્ટ્રીયતાની ભાવનાથી રંગાઈ પૂરેપૂરા સ્વદેશી વ્રતધારી બન્યા હતા. શાંત અને સરળતાભરી પરોપકારી પ્રકૃતિ સાથે સમન્વિત વ્યવહારકુશળતા અને ઈશ્વરપરાયણ વૃત્તિથી તેઓશ્રી સર્વને પ્રભાવિત કરે એવી સર્વતોભદ્ર પ્રતિભા ધરાવતા
Page #202
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવને : ૧૪૯
હતા. ગાંધીજીની દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના સમયથી તેઓશ્રીની વિચારસરણીની અસર નીચે આવીને શ્રી રણછોડદાસભાઈ પ્રસંગોપાત્ત એક કે બીજી રીતે ગાંધીજીના સંપર્કમાં આવ્યા હતા. કરાંચીમાં મોદી કુટુંબને વાસ ઈ. સ. ૧૯૧૦ના અરસામાં શરૂ થયો. એ જ અરસામાં પૂ. ગાંધીજીએ કરાંચીની પ્રથમ મુલાકાત લીધી ત્યારે શ્રી. રણછોડદાસભાઈને ત્યાં તેઓશ્રીનો ઉતારે રહ્યો હતો.
આવા સંસ્કારસંપન્ન, ધમપરાયણ અને રાષ્ટ્રીય ભાવનાથી ભરપૂર પિતાના ચારિત્રબળો અને વિવિધ સગુણોને સબળ વારસો શ્રી ભગવાનલાલભાઈને મળ્યો હતો. કરાંચીમાંના વસવાટ સાથે તેઓશ્રીના વેપારના આરંભ સને ૧૯૧૦ ની અરસામાં કેટ કું. થી થયા. ક્રમશઃ ધંધો ખૂબ કુશળતાપૂર્વક વિકસાવીને એ ધંધા સાથે શ્રી રણછોડદાસભાઈ એ મિલ્સ સ્ટેસનો આરંભ કર્યો. ઈ. સ. ૧૯૨૦ માં પોતાના આ તેજસ્વી પુત્રને પરદેશના વ્યાપારના સંબંધે વિકસાવવા ઇંગ્લડ ઇત્યાદિના પ્રવાસે મોકલ્યા. એ દિવસોમાં આવા પરદેશના પ્રવાસો અસાધારણું ગણાતા હતા. શ્રી ભગવાનલાલભાઈ એ આવા પરદેશપ્રવાસ છ વખત ખેડવા હતા. એમના પુરુષાર્થથી પરદેશી વેપારી – સંબંધો વિશેષ ને વિશેષ વિકસતા થયા.
સને ૧૯૦ આસપાસ શ્રી ભગવાનલાલભાઈએ વેપારના વિકાસની દૃષ્ટિએ દેશપરદેશમાં અસાધારણુ કહી શકાય એવું સાહસિક પગલું ભર્યું. પેટ્રોલ અને કેરોસીનની મોટા ઈજારાવાળી બર્મા શેલ જેવી ધરખમ પરદેશી પેઢીઓની સામે એમણે પેટ્રોલ–કેરાસીનના વેપારની શરૂઆત કરી. દેશની પરાધીન રાજકીય અવસ્થામાં પરદેશી હિતો સામે આવું સાહસ કરનાર દેશભરમાં આ એક માત્ર હિંદી પેઢીએ એમની કુશળતાભરી બુદ્ધિશક્તિથી એ પરદેશીઓને પણ ચકિત કરી મૂકયા હતા. પછી તો એમને આ વેપાર કરાંચી ઉપરાંત મુંબઈ, કલકત્તા સુધી વિકસ્યા હતા. પરંતુ એકાએક મહાયુદ્ધ આવી પડવાને લીધે પ્રતિકૂળતાઓ ઊભી થતાં આ મહાસાહસને કુશળતાપૂર્વક સંકેલી લેવું પડયું હતું.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૫૦ ૩ : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
શ્રી ભગવાનલાલભાઈ કરાંચીના રાષ્ટ્રીય આંદોલનના ભારે ક્રિયાશીલ કાર્ય કર અને સમર્થ સાથી બની રહ્યા હતા. એમની ચેાજનાશક્તિ અદ્ભુત હતી. એમની નિળ, શાંત, સ્વસ્થ બુદ્ધિશક્તિના ચમકારાના જેમને જેમને અનુભવ થયા છે તેઓ સૌ એમની એ શક્તિથી ભારે પ્રભાવિત થયા છે. રાષ્ટ્રીય આંદોલનના એક મૂક મહારથી તરીકે તેઓશ્રી સિધભરમાં સર્વત્ર આદરપાત્ર બન્યા હતા.
શ્રી ભગવાનલાલભાઈને પરમ સાધક શ્રીમદ્ રાજચંદ્રજીના જમાઈ થવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. શ્રીમદ્જીનાં ધસ...સ્કારયુક્ત પુત્રી શ્રી જવલબહેનથી તેઓશ્રીને ત્રણ પુત્રા— બુદ્ધિધનભાઈ, પ્રફુલ્લભાઈ, મનુભાઈ તથા ત્રણ પુત્રીએ વિધુમહેન, લીલાબહેન અને શાંતાબહેન એમ છ સંતાનેા થયાં. મેાટા પુત્ર બુદ્ધિધનભાઈ ના સ્વર્ગવાસ થયા છે. પ્રફુલ્લભાઈ અને મનુભાઈ એ સદ્ગુણી માતિપતાની સસ્કારસમૃદ્ધિના વારસા જાળવીને તેને શાભાગ્યેા છે.
૮ સંસારમાં સરસેા રહે અને મન મારી પાસ ’– એ કથન શ્રી ભગવાનલાલભાઈ એ પેાતાના જીવનમાં એમના પવિત્ર પિતાને પગલે ચાલી ચિરતાર્થ કરી ખતાવ્યું છે. ઈશ્વરે જે બુદ્ધિશક્તિ અને ધનવૈભવ આપ્યાં તેને તેઓશ્રીએ ઈશ્વરની પ્રસાદી ગણી છે. એ સ ઈશ્વરાથે જ વાપરવાની વૃત્તિને અણિશુદ્ધ સાચવવાના તેઓશ્રીએ સદાય પ્રયત્ન કર્યા છે. પૂર્ણ નમ્રાત્મા શ્રી ભગવાનલાલભાઈ સાદાઈની તેા મૂર્તિ હતા. પેાતાની સૈદ્ધાંતિક દૃઢતા વા જેવી હતી, છતાં તેઓ પુષ્પ જેવા કેામળ – પરમ વત્સલ – હૃદયના હતા. એ પુરુષે પેાતાના સિદ્ધાંતાનું પાલન પેાતાના જે હાય તેમણે કરવુ જ જોઈએ એવા આગ્રહ કયારેય રાખ્યા નથી. પાતે કદી કાઈ ને ઉપદેશ આપતા જ નહિ. પણ સૌની સમક્ષ પોતાનુ જીવન દૃષ્ટાંતરૂપ રાખીને-સૌને પેાતાના રાહે ખે’ચી લાવવાની એમનામાં અજમ કળા ભરી હતી. એએમાં માનવસ્વભાવનુ' વિશ્લેષણ કરવાની શક્તિ તેા ભલભલા કેળવણીકારોને પણ ચકિત કરી નાખે તેવી હતી.
Page #204
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૫૧
પેાતાના જીવન પર જેમની જીવનસુરભિની અસર અંકિત થઈ હતી, એવા પૂ. ગાંધીજીનાય ગુરુ અને પેાતાના શ્વસુર શ્રીમદ્ રાજચંદ્રજીની પરમ પાવનકારી ધર્મ પરાયણતા શ્રી ભગવાનલાલભાઈએ પેાતાના જીવનમાં સાધનાપૂર્વક વણી લીધી હતી. સ. ૨૦૦૦ (ઈ. સ. ૧૯૪૩) માં એ પરમ તપસ્વીના જન્મસ્થાન વવાણિયા મુકામે શ્રીમદ્ રાજચ'દ્ર જન્મભુવનની તેઓશ્રીએ પ્રતિષ્ઠા કરાવી હતી.
ખીજાઓને અર્થે જીવવું અને જરૂર પડયે ખપી જવુ' એ એમનેા જીવનમ`ત્ર અંતકાળ સુધી એમણે અખ'ડ રીતે સાચવ્યેા. દેશના ભાગલા થયા અને કરાંચીમાં હિંદુ પ્રજા માટે ડગલે ને પગલે પારાવાર ભયસ્થાના ખડાં થયાં હતાં ત્યારે એ વિષમ સ્થિતિ વચ્ચેથી દેશમાં જઈ સુરક્ષિત સ્થાને વસવાટ અને વેપાર ઊભા કરવાનું ખાજુ પર મૂકી કરાંચીમાંના પેાતાના સાથીએ સાથે રહીને એ વીરપુરુષે ત્યાં જ મરણને નેત..
ભગવાનલાલભાઈના ગુપ્ત દાનના ઝરે નિત્યનિર'તર વહેતા રહેતા હતા. આવી મદદોમાં કચાંય પેાતાનુ' નામ ન આવે તેની ચીવટ તેઓશ્રી ખાસ રખાવતા. દેશભરમાં કયાંય આપત્તિ આવે કે એમનું ધન અચૂક રીતે એ આપત્તિને સ્થાને સૌથી પહેલુ પહેાંચી જાય એવી એમની લાક્ષણિકતાનેા અનુભવ જાહેર કાર્ય - કર્તાઓને નિરપવાદ રીતે થયા કરતા.
કરાંચીના ‘શારદામ દિર ’ના જન્મકાળથી તેઓશ્રીના પિતા શ્રી રણછેાડભાઈ સ`સ્થાના સદાય સહાયક રહ્યા હતા. પિતાને પગલે આ પુત્ર પિતાથી ખૂબ આગળ વધીને સંસ્થાના પ્રાણપાષક બન્યા. સંસ્થાના ઉપ-પ્રમુખ તરીકે પ્રત્યક્ષ અને પરાક્ષ રીતે સસ્થાના વહીવટનું તેઓશ્રી ધ્યાન રાખતા હતા. સંસ્થાનુ` આર્થિક પાસુ ઝીણવટપૂર્વક તપાસતા રહીને જ્યારે જ્યારે સ`સ્થા ભીડમાં મુકાતી ત્યારે તેમાંથી માર્ગ કાઢવાના પ્રયત્નામાં તેઓશ્રી સ'સ્થાને પડખે ઊભા રહીને એ પ્રયત્નોને બળ આપતા અને આવશ્યક બધી જ મદદ કરીને સંસ્થાની ભીડ ભાંગ્યેજ રાખતા.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૫ર : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
કરાંચીનું ‘શારદામંદિર’ બાળકને રાષ્ટ્રીય ભાવનાયુક્ત, સંસ્કાર - પોષક જીવનશિક્ષણ આપતું' હતુ', એથી શ્રી ભગવાનલાલભાઈ ખૂબ પ્રસન્ન રહીને પોતે તેને ઉપયોગી થઈ શકવાની સાથકતા અનુભવતા હતા. પરંતુ આપણે દેશ જ્યાં વસે છે એવા ગ્રામપ્રદેશમાં આશ્રમી કેળવણીનું આયોજન ‘શારદામંદિર’ કરે એવી ઝંખના તેઓશ્રીના અંતરમાં હંમેશાં રહ્યા કરતી હતી. શારદીમંદિરનું સૌરાષ્ટ્રમાં શારદાગ્રામ સ્વરૂપે નવનિર્માણ કરવાના પ્રયત્નની પાછળ એમની પ્રસન્નતાભરી પ્રેરણા મળ્યા કરી હતી. સંસ્થાના નવનિર્માણના આ સ્થાને આવવાની તેઓશ્રીને ખૂબ ઇચ્છા હતી, પરંતુ એ ઇચ્છા પૂરી થાય તે પહેલાં જ પ્રભુએ એમને પિતાની પાસે લઈ લીધા.
તેઓશ્રીના દેહાંત પછી પોતાની આવી પ્રિય સંસ્થામાં તેઓશ્રીનું પુણ્યસ્મરણ રહે એ ઉદ્દેશે તેઓશ્રીના પરિવાર તેમ જ પ્રિય બધું સરખા વેવાઈ સ્વ. ગોપાળજી માનસ'ગ શાહે રૂ. દસ હજાર પુણ્યસ્મૃતિ દાન સંસ્થાને આપ્યું. સંસ્થાના સદીના પ્રાણપષકના જીવનની પ્રેરણાત્મક સ્મૃતિ રહે એ દષ્ટિએ એ સંસ્થામાં તેઓશ્રીની અર્ધ પ્રતિમા મૂકવાનું સંસ્થાના ટ્રસ્ટીમંડળે ઠરાવ્યું'. એ પ્રતિમાનું અનાવરણ શ્રી ભગવાનલાલભાઈના પરમ આત્મીય એવા શ્રી ઢેબરભાઈના વરદ્ હસ્તે થયું હતું.
Page #206
--------------------------------------------------------------------------
Page #207
--------------------------------------------------------------------------
________________
સ્વ. પૂ. શ્રી નાનાલાલભાઈ ખીમચંદભાઈ પારેખ
Page #208
--------------------------------------------------------------------------
________________
e
સદ્દગત શ્રી નાનાલાલભાઈ
પારેખ
સદ્દગત ભગવાનલાલભાઈના વચલા જમાઈ શ્રી નાનાલાલભાઈ એ જે ટૂંક પ્રશસ્તિ લખેલી છે તે આપણે ગયા પ્રકરણમાં વાંચી ગયા. તેમના પરિચયમાં આવતાં શ્રી નાનુભાઈના અંતરમાં તેઓશ્રીની મહત્તાની જે છાપ પડી છે–ગુણદર્શન થયું છે–તેને. હૃદયના ભાવ સાથે સુંદર શબ્દોમાં તેમણે વ્યક્ત કર્યું છે. -
શ્રી નાનાલાલભાઈને તેમની સાથે માત્ર કૌટુંબિક કે વ્યાવહારિક સંબંધ જ નહોતા; પરંતુ પરમાત્મસ્વરૂપ શ્રીમદ્ રાજચંદ્ર દેવના સન્માગના ઉપાસક તરીકે સહધમી પણાને પૂજ્યભાવ મુખ્ય હતા એ તેમની જીવનચર્યા પરથી જોઈ શકીશું.
શ્રી નાનાલાલભાઈ એક મહાન વ્યક્તિ હતા. તેમનાં લગ્ન ભગવાનલાલભાઈનાં પુત્રી લીલાબહેન સાથે થયાં હતાં. અને ખૂબ સમજણ અને શાંતિથી પોતાનું નિર્મળ જીવન ગાળતાં હતાં. બાળકોમાં તેઓ સુસંસ્કાર પાડતાં હતાં. નાનાલાલભાઈના જીવનમાં ઉત્તમ નીતિ અને પ્રીતિ નીતરતાં હતાં. વેપારમાં સારી રીતે નીતિનું પાલન કરવું અને તેઓ પોતાને સ્વાભાવિક ધર્મ સમજતા. ઉરચ આર્ય સંસ્કૃતિ માટે તેમને ખાસ અભ્યાસ કરવો પડયો નહોતો. પૂર્વ ભવના રૂડા ગુણો લઈને જ જમ્યા હતા. જાણે એ એમના અંતરમાં ઓતપ્રોત વણાઈ જ ગયા હતા. બે ભાવ રાખતા નહી', તેથી ઘરાકોને તેમના પર પૂર્ણ વિશ્વાસ રહેતા. આવી નીતિને લઈ કલકત્તાના વેપારી વર્ગમાં તેમને એક ધમમૂર્તિ તરીકે પ્રભાવ પડતો. પવિત્રતા અને સંતોષના ખૂબ આગ્રહી હતા. પરમકૃપાળુ દેવના વચન પ્રમાણે પરનિંદાને તેઓ મોટું પાપ
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૫૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
માનતા. દિવસે વેપાર કરતા અને બાળકને સુંદર કેળવણી મળે તેટલા માટે રાત્રિના બાર વાગ્યા સુધી સ્કૂલમાં ભણાવવા જતા. તે અર્થે તેમણે તન અને મનને શ્રમ લઈ નિસ્પૃહ ભાવે સેવા કરી હતી. તેઓ આવા પરોપકારી અને નિરભિમાની હોવાથી કલકત્તામાં ખૂબ પ્રિય થઈ પડયા હતા.
નાનપણમાં તેમણે દક્ષિણામૂર્તિમાં અભ્યાસ કર્યો હતો. સત્યાગ્રહની લડત ચાલી ત્યારે બેત્રણ વખત જેલયાત્રા પણ કરી હતી. તેમને પૂ. ગાંધીજી પ્રત્યે બહુમાન અને અત્યંત આદર હતાં. ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતો તેમને બહુ રુચતા. ગાંધીજીને મૌનને સિદ્ધાંત તેમણે આચરણમાં મૂકેલા.
પિતાની ઇચ્છા વેપારમાં ન જોડાતાં શિક્ષક તરીકે નિસ્વાર્થ બુદ્ધિએ વિદ્યાદાન આપવાની હતી, કેમકે તેમાં સાચાખાટા કરવાનું હોતું નથી, પણ અન્ય વ્યક્તિઓના ચારિત્ર્ય ઘડવાનું હોય છે. પરંતુ કુટુંબીજનો અને ભગવાનલાલભાઈના આગ્રહથી પોતે વેપારમાં જોડાયા. ત્યાં તબિયત નરમ પડી. લીવરના દુખાવા રહેતા. કલકત્તામાં ટૅટરના ઉપચારથી ફેર ન પડવો એટલે મુંબઈ આવ્યા. ત્યાં ડૉક્ટરનો અભિપ્રાય હવાફેર માટે થતાં પોતાના મનમાં તીર્થક્ષેત્રની ભાવના ઘણા વખતની રહેલી એટલે શ્રી વવાણિયા આવ્યા. ત્યાં આવતાં જ જાણે દર્દ શમી ગયું. પેટનો દુખાવો મટી ગયા. શક્તિ અને સ્મૃતિ પણ સારાં રહેતાં. પ્રભુના યોગબળના પ્રતાપ વેદા. મન પણ હળવું ને પ્રફુલ્લિત બન્યું. સ્વાધ્યાય ભક્તિમાં અનેરા ઉત્સાહથી સમય નિગમન થવા લાગ્યા. બાકીનો સમય પોતે ચિંતનમાં ગાળતા. આ વખતે શ્રી જયંતિભાઈનો સાથ એક મેટાભાઈ જેવો પ્રેમપૂર્ણ ને ઘનિષ્ઠ અ. નમ્ર અને માયાળુ સ્વભાવને લઈને શ્રી નાનુભાઈ સૌ મુમુક્ષુઓના પ્રિય થઈ પડયા હતા. પૂ. બાની પ્રત્યે અંતરથી પૂજ્યભાવ અને આદર રાખતા. તેમના મનને સ તેષ આપવો એ પોતાની પ્રથમ ફરજ સમજતા. તેમના શુભાશીર્વાદ એ એમને મન જીવનની કૃતકૃત્યતા હતી. એક દિવસ પૂ. બાએ કહ્યું કે પરમકૃપાળુ દેવની જન્મભૂમિના મહિમા આપણે સૌએ જનતાને સમજાવવો જોઈએ.
Page #210
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૫૫
આપણી ભક્તિથી આ પરમકૃપાળુ દેવને પ્રગટમાં આણુવા વવાણિયા તીથભૂમિ શા કારણે મનાય છે એને ઇતિહાસ સમાજ આગળ રજૂ કરવા જોઈએ, કારણ કે તેના કારણે અનેક ભવ્યાત્માઓ એ મહાપુરુષને ઓળખી શકે, અને તેમની ભક્તિ કરી ભવસાગર તરી જાય. | શ્રી નાનુભાઈની કવિત્વશક્તિ, ભાષાની પ્રૌઢતા અને વિવેક અને વિચક્ષણ બુદ્ધિએ તેમને આ કાર્યમાં દેર્યા. શ્રી વવાણિયાને ઉદ્દગમ લખવાની ઝંખના જાગી. અંતરમાં સંસ્મરણો રમવા લાગ્યાં પણ....પણ....કુદરતની કળા અકળ છે! તેમની હૃદયની અભિલાષા અમલમાં મુકાય તે પહેલાં જ તેઓ આપણી વચ્ચેથી ચાલ્યા ગયા !
ડૉક્ટર તરફથી ખબર આવ્યા : ‘ઑપરેશન તરત કરાવે.” આથી મુંબઈ જવાનું થયું. મંગળવારે ઑપરેશન નક્કી થયું. પૂ. બાને શ્રી વવાણિયા આ ખબર મળતાં તેઓ પણ મુંબઈ પધાર્યા. બધાં કુટુંબીજને મુંબઈમાં ભેગા થયાં. બધા પાસેથી ખૂબ આનંદથી છૂટા પડી સોમવારે હૈસ્પિટલમાં દાખલ થયા. બીજે દિવસે સવારે સાત વાગ્યે ઑપરેશન હતું. પૂ. બાએ માંગલિક સંભળાવ્યું, નવકારમંત્ર ગણ્યા. પોતે હસતા વદને સાંભળ્યા અને પૂ. બાને કહે, “ ચિંતા કરતાં નહીં. ઓપરેશન નાનું છે.” પૂ. બાએ કહ્યું, “ પ્રભુસ્મરણ રાખશે.” પોતે મસ્તક નમાવ્યું. તે સમયે ઘણા માણસો ભેળા થયા હતા. સૌને બે હાથ જોડી પ્રણામ કરતાં કરતાં ઑપરેશન રૂમમાં ગયા. સૌ સાથેના ઋણાનુબંધ પૂરા થયા. ડોકટરે ઇંજેકશન દીધું, ત્યાં હૃદય અંધ પડી ગયું. ડેકટરે હૃદય ફરી ચાલુ કરવા અનેક કોશિશ કરી પણ તેમનો આત્મા ચેતન, નશ્વર દેહનો ત્યાગ કરી પ્રભુના ચરણમાં ચાલ્યો ગયો હતો.
આ દુઃખદ સમાચારથી કુટુંબીઓને ઘણો આઘાત લાગ્યા. આશા નિરાશામાં પરિણમી. સી ક્ષણભર તો સ્તબ્ધ થઈ ગયા. પથ્થર પિગળાવે એ આ અકસમાત પ્રસંગે ઉપસ્થિત થવાથી સ્વજનોનાં દિલ ઝાલ્યાં નહોતાં ઝલાતાં. પ્રભુ પરમકૃપાળુ દેવનાં
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૫૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન www
ઉપશમદાયક વચનોથી સવેએ શાંતિ રાખી. આ વખતે જ્ઞાની પુરુષનો બાધ વિચારવાન જીવોને પરમાદરરૂપ ધીરજદાતા અને શાન્તિદાતા થાય છે. - | શ્રી નાનુભાઈનું ટૂંકું પણ ગુણોથી ભરપૂર જીવન પરોપકાર, નીતિ, શાંતિ, ક્ષમા અને ઉદારતાને બોધપાઠ શીખવે છે.
ખેદની વાત તો એ છે કે આવા સજ્જન, નમ્ર અને ગુણી પુરુષને અમને અચાનક સદાને માટે વિગ થા. અમે તેમના ઉત્તમોત્તમ સદ્દગુણોને વંદીએ છીએ.
તેમનો પવિત્રાત્મા શાંતિ પામો !
પ્રભુ તેમને ચિરશાંતિ બક્ષે એ જ શ્રદ્ધાંજલિ આપી વિરમીએ છીએ,
એમ. બી. મોદી
પી. બી. મોદી -
એસ, બી, મોદી
Page #212
--------------------------------------------------------------------------
________________
દેસાઈ પોપટલાલભાઈ મનજીભાઈ વવાણિયા
પરમકૃપાળુ દેવ સાથેના એક અંગત પરિચય
મારે સાહેબ (શ્રીમદ્ રાજચંદ્ર) સાથે અચપણથી મૈત્રીને સંબંધ હતા, તેમ જ સગાસબંધી તરીકે પણ સખંધ હતેા. તેઓશ્રી ખાળપણથી જ ગામમાં ઘણા હોશિયાર, મહાશાન્ત તથા ઘણા જ વિદ્વાન ગણાતા હતા. ઘણા પુરુષા તેમની પાસે આવતા અને પ્રશ્ન પૂછતા. સાહેબજી તેએાના પ્રશ્નોને ઉત્તર એવે! સરસ આપતા કે જેથી આવેલા પુરુષા શાંત થઈ ને દંડવત્ નમસ્કાર કરી પાછા જતા. આમ તેમના પ્રત્યે કુદરતી ભક્તિભાવ ઉત્પન્ન થતા.
સાહેબજી નાની ઉંમરના હતા, ત્યારે એક વખત કચ્છ રાજ્યના દીવાન મણિભાઈ જસભાઈ એ તેમને કચ્છ પધારવાની વિનતી કરી. તેથી તેએ કચ્છ પધાર્યા હતા અને ત્યાં એક નાનું સુંદર ભાષણ આપ્યું હતું . તેમ જ ધર્મ સંબંધી વ્યાખ્યાન કર્યુ હતું તે ઉપરથી કચ્છવાળા લેાકેાએ વિચાર કર્યા કે આ છે.કરશ આગળ ઉપર મહાપ્રતાપી તેમ જ યશવાળેા થશે. એ કાઈ અદ્ભુત વ્યક્તિ છે.
મારા પિતાશ્રી મનજીભાઈ મારખી ગયેલા. ત્યાં સાહેબજીનાં આઠ અવધાન સંબંધી કેટલીક ચમત્કૃતિ જોઈ ને તાજુબ ખની ગયા હતા. તેઓ રાત્રે વવાણિયા આવ્યા ને ઘેર ન આવતાં તરત જ રવજીભાઈને ત્યાં સીધા ગયા. તેમને ઘરની સાંકળ ઠોકીને ઉઠાડવા. પછી કહ્યું, “ રવજીભાઈ, તમારા દીકરા તે કોઈ દેવતાઈ જાગ્યા! ગજબ કરી નાખ્યું !”
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૫૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન જwwwwwwwwwwwwww
મોરબીમાં જેઠમલજી નામના સાધુ વિદ્વાન ગણાતા હતા. તેઓએ સાહેબજીને પ્રશ્ન પૂછળ્યા. તે પ્રશ્નના ઉત્તર તેઓશ્રીએ તત્કાળ આપ્યા. સાધુએ વિચાર્યું કે જે આપણી સાથે રહે તો ઘણું સારું થાય. તેથી એક વખત તે સાધુએ કહ્યું, “ આપ આ ઢંઢકમતને દીપાવો.” તેઓએ કહ્યું, “સત્ય વસ્તુ હશે તે જ કહેવાશે.”
આ બધા તેઓશ્રીની નાની ઉંમરના એટલે કે તેર-ચૌદ વર્ષની ઉંમરના હતા ત્યારે બનેલા બનાવો છે.
એક વખત મુસલમાન જાતિના ખાજામેમણ લાકે સાહેબજી પાસે આવ્યા હતા. તેમની સાથે તેઓ મસીદમાં ગયા હતા. ત્યાં સાહેબજીએ તેઓને કહ્યું કે તમારા મહમદ પેગંબર સાહેબે આ પ્રમાણે કહ્યું છે અને તમે આ પ્રમાણે વર્તે છે, તે તમારી ભૂલ છે. તેમનું ધારવું આમ હતું. નમાજનો અર્થ પણ સાહેબજીએ કરી બતાવ્યા હતા.
કેટલાક જૈન લોકે એમ ધારતા કે આ તો કાંઈ બધાથી જુદી જ વાત કરે છે. પણ સાહેબજી તેઓને કહેતા કે મહાવીરે જે પ્રમાણે કહ્યું છે, તે જ પ્રમાણે કહેવાનું છે અને તે સિવાય બીજા કોઈ પ્રકારે માગ મળી શકવાના નથી. અમારે કાંઈ મહાવીર વિરુદ્ધ કહીને અન તો સંસાર વધારવા નથી, વિરુદ્ધ કહીને મને કંઈ મળી જવાનું નથી તેમ જ ધન સંબધી મને જરૂર નથી..
સાહેબજી પતે સવારમાં સ્નાન કર્યા બાદ બે ત્રણ કલાક સુધી સૂત્રો વાંચતા, તે એવી રીતે કે એક પાનું લીધું, બીજુ ફેરવ્યું એમ અનુક્રમે પાનાં ફેરવી જતા. જેમ ટ્રેન ચાલતી હોય તેમ બોલી જતા. વળી સાહેબજીએ માત્ર ગુજરાતીને જ અભ્યાસ કરેલો હતો, છતાં પણ શતાવધાન વખતે ગમે તે ભાષામાં બેલી શકતા તેથી મને ઘણું જ આશ્ચર્ય થતું.
સાહેબજીનું તેજ તેમ જ કડપ, અને એટલાં બધાં હતાં, કે હું કાંઈ દસ વાત પૂછવા આવ્યા હોઉં અગર બીજા કોઈ આવ્યા
Page #214
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૫૯
હોય તો માંડ બે પૂછી શકે. કારણ સિવાય સાહેબજી બોલતા ન હતા તેમ જ બોલાવવામાં આવે તે પણ ટૂંકામાં જવાબ આપવાનો એમનો રિવાજ હતા. સાહેબજી જે વખતે ધ્યાનમાં કે વિચારમાં હોય તે વખતે કેઈનાથી કાંઈ પણ બોલી શકાય નહીં'. પણ જ્યારે નીચી દૃષ્ટિ ઊંચી કરી જુએ ત્યારે કંઈ કહેવું હોય તે કહી દઉં'. મને સાહેબજી ‘વવાણિયા સમાચાર’ કહેતા. - સાહેબજીને ઘેર કેાઈ સાધુ વહોરવા આવે તે પોતે પાસે રહીને વહોરાવતા, અને કહેતા, ‘જો તમે અવળી રીતે પ્રરૂપણા કરશે તે બૂરા હાલ થશે, સંસાર રખડવો પડશે એમ ચોક્કસ યાદ રાખજો.’
તેમને માતુશ્રી–પિતાશ્રી કહેતાં, “ભાઈ, આપણી સ્થિતિ સારી નથી. માટે કાંઈ ઉપાય કરો તે ઠીક.” ત્યારે કહેતા,
સ્થિતિ જેવી જોઈએ તેવી સારી થશે તે વિષે કાંઈ ફિકર કરશે નહીં'. સારી રીતે નિભાવ થાય તેવું થશે.” ૧૯૪રમાં સાહેબજી વવાણિયા બંદરથી મુંબઈ પધાર્યા હતા.
Page #215
--------------------------------------------------------------------------
Page #216
--------------------------------------------------------------------------
________________
ભાગ બીજો
પ્રકીર્ણ
શ્રી સદ્ગુરુદેવ ચરણાય નમોનમઃ
અહો સુંદર સૃષ્ટિ ! તારી વિસ્મયકારક લીલા કેવી આનંદમય અને બધજનક છે ! તારી કૂખે કેવાં અનેકવિધ મનુષ્યરત્નો ઉત્પન્ન થયાં છે, થાય છે અને થશે ! તારી કુખે વીર પુરુષ કંઈ ઓછા પાકયા નથી; નિર્મળ (ભાગના) ધમને અનુપમ
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૪૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
ઉપદેશ આપી મુક્તિમાગને દેખાડનારા મહાપુરુષો પણ કંઈ ઓછા થયા નથી. યુદ્ધમાં ઘા સહન કરી વીજળીવેગે ખગ ચલાવી વિજય પ્રાપ્ત કરનાર વીર યોદ્ધાઓ પણ કંઈ ઓછો થયા નથી. અગાધ સર્જનશક્તિ તેમ જ દશનશક્તિદાતા કવિઓ પણ ઓછા થયા નથી. તારી કૃખ ઉત્તમ મનુષ્યમણિનો ખજાનો છે. હે સુંદર સૃષ્ટિ ! આવી તારી અકળ લીલા માટે તારા આ બાળકનાં પ્રણામ સ્વીકારજે.
જૈન ધર્મમાં મનુષ્યજન્મને શ્રેષ્ઠ માન્ય છે. એ કથનને ચરિતાર્થ કરતા એક મહાત્માનું વર્તમાનકાળનું જન્મચરિત્ર જનમંડળ આગળ ખડું કરું છું. તે મહાત્માની અજબ શક્તિથી હું દિમૂઢ થઈ તેને પ્રણામ કરું છું કારણ કે તેમના આત્મસંતર્પક સાંનિધ્યથી કર્મ સચિતના વિષયમાં હું પૂરેપૂરો આસ્તિક થયે; તેમની અનુપમ ધર્મવૃત્તિથી મારામાં ધર્મ પ્રકાશ પ્રગટયો અને તે દિવ્ય દર્શનથી પ્રભાવિત થઈ હું તે પુરુષને પરમેશ્વર જ માનું છું; તે મહાત્મા પુરુષના ચરિત્રની આ ઝાંખી વાંચી આપને પણ જરૂર આનંદ પ્રાપ્ત થશે એમ હું માનું છું.
એ મહાત્માનો જન્મ સંવત ૧૯૨૪ના કાર્તિક સુદ પૂર્ણિમા એટલે દેવદિવાળીના દિવસે સૌરાષ્ટ્રમાં વવાણિયા બંદર નામના ગામમાં દશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં થયો હતો. એમના પિતાશ્રીનું નામ રવજીભાઈ અને માતુશ્રીનું નામ દેવબાઈ. એ મહાત્માનું નામ રાયચંદ્ર. એમના દાદા પરમ ઈશ્વરભક્ત અને નીતિમાન પુરુષ હોવાથી, રાયચંદ્રભાઈને બાળપણથી જ તેઓની વિશેષ સહાયતા મળી હતી. શ્રીમંત અને ઉચ્ચ કુળમાં જન્મેલો આત્મા શ્રેષ્ઠ વિચાર ધરાવનાર થયા એમાં કોઈ વિધિસકેત હશે. રાયચંદ્રભાઈનું હસતું મુખારવિંદ, બાલસુલભ સરલ પણ સાટ એવી મીઠી અમીઝરતી વાણી, ઉમદા રીતિ વગેરે લક્ષણોથી બાળપણથી જ તેઓ અદભુત વ્યક્તિત્વવાળા લાગતા.
એમના પિતાજીના તેઓ એક જ પુત્ર હોવાથી એમનું લાલનપાલન ઉત્તમ પ્રકારે થયું હતું. સાડા સાત વર્ષની ઉંમરે એમને
Page #218
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૬૩
www
wwwwwwww
નિશાળે મૂકચા. પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય એ કહેવત મુજબ આ આળયેાગીએ તે શાળામાં પ્રવેશ કર્યાને પૂરે એક મહિના પણ ન થયા ત્યાં તે બધા આંક પૂરા કરી નાખ્યા. ગેાખવુ. શું એ તેા તેએ સમજતા જ નહિ. કાઈ પ્રકૃતિદત્ત એવી અદ્ભુત શક્તિથી તેમણે એ જ વર્ષમાં સાતમા ધારણ સુધીને અભ્યાસ પૂરા કર્યા. જે શિક્ષકે પહેલી ચાપડીનું ઘેાડું જ્ઞાન આપેલું તેમને આ બળવીરે સાતમી ચાપડી સુધીનું જ્ઞાન બતાવી આપ્યું. પૂર્વજન્મના કોઈ નિગૂઢ સ`કેતથી કેવી પ્રજ્ઞાશક્તિ તેમને મળી હતી તે આ ઉપરથી જણાઈ આવશે.
એમની નૈસર્ગિક કવિતાશક્તિ આમે વર્ષે જ પ્રકાશ પામી રહી હતી. એમણે નાનાવિધ વિષયા કવિતામાં ઉત્તમ શૈલીથી ગૂંથવા માંડયા હતા. અભ્યાસમાં જેમ વિચક્ષણતા તરી આવતી હતી તેમ તેમના લખાણમાં કવિત્વશક્તિ પણ તરી આવતી. નવા નવા વિષયે। પર પહેલે વર્ષે જ આશરે પાંચ હજાર શ્લેાકેા તેમણે રચેલા. દસ વર્ષની નાની વયમાં એમના વિચારા કાઈ મહાન અને ગ`ભીર, પ્રૌઢ ઉમરવાળી વ્યક્તિના હાય તેવા પરિપક્વ હતા.
નવું નવું સાંભળવું, શીખવું અને મનન કરવું એ એમને સહેજ સ્વભાવ હતા. રસમય ભાષણ કરવાની શક્તિ પણ ઇસમે વર્ષે જ અદ્ભુત રીતે ખીલી નીકળી હતી. કવિત્વશક્તિ, સ્મરણશક્તિ, વક્તૃત્વશક્તિ એ તે જાણે એ ખાળયાગીને જન્મથી જ વરેલાં હતાં.
અગિયાર વર્ષની વયમાં તેઓએ ચાપાનિયામાં નિખ ધા આપવા માંડવા અને તેમાં ચાગ્ય ઇનામેા મેળવ્યાં હતાં.
ખાર વર્ષની વયે તેા કવિત્વશક્તિ અલૌકિક રીતે પ્રકાશી ઊઠી હતી. નવા વિષયેાની શેાધમાં રહેવાનુ એમને પ્રિય હોવાથી ત્રણ દિવસમાં એક ઘડિયાળ પર ત્રણસેા શ્લેાક રચી કાઢળ્યા. આમ, અનેક વિષયા પર તેઓ કવિતા રચી કાઢતા અને તે પણ માત્ર ખાર વર્ષની બાળવયમાં જ. તેથી એ કોઈ અદ્ભુત અને વિરલ ખળક હતા તેમ માન્યા સિવાય રહેવાતુ નથી.
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૬૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
તેર વર્ષની વયથી તેએએ નિયમિત એકાંતમાં નવાનવા વિષયાના અભ્યાસ કરવા માંડયો. પાંદર વર્ષની વયે તે કોઈ અદ્ભુત જ્ઞાન મેળવી લીધું હોય તેમ બધાને લાગવા માંડયું હતું. વસ્તુતઃ તેઓ જન્મથી જ જ્ઞાની હતા. ગામ નાનું હાવાથી સુન્ન મનુષ્યાના સમાગમ અત્યંત અલ્પ થવા પામતા હેાવાથી તેઓના મનમાં પ્રવાસની ઝંખના ઊડ્યા કરતી. તેએ સેાળ વર્ષની ઉમરે મારખીમાં પધાર્યા હતા.
અષ્ટાવધાન જેવી અદ્ભુત સ્મૃતિ-શક્તિવાળા મનુષ્યા બહુ ઘેાડા પ્રમાણમાં જોવા મળે છે. આપણા ભારતમાં એ સમયે માત્ર બે અષ્ટાવધાનીએ પ્રસિદ્ધ હતા ઃ (૧) મેારખીના શાસ્ત્રી શંકરલાલ મહેશ્વર ભટ્ટ અને (૨) મુખઈના ગર્દુલાલજી મહારાજ. આ બંને એ શક્તિને લીધે પૂજ્યરૂપ બની ગયા હતા. ભારતની કરાટેની વસતિમાં જ્યારે આવી અદ્દભુત શક્તિ ધરાવનારા માત્ર એ જ પુરુષા હોય, ત્યારે ખીજા લેાકેાને આશ્ચય ઊપજે એ સ્વાભાવિક છે. એક જ વખતે જુદીજુદી આઠ ખાખતાની ધારણા કરવી અને એકી સાથે આઠેયના ઉત્તર આપવા એનુ' નામ અષ્ટાવધાન આ શક્તિને પ્રભાવ નિહાળી ઘણા નાસ્તિક પણ આસ્તિક થઈ ગયા, અને એ ખંને અષ્ટાવધાનીએ પેાતાના આ શક્તિપ્રભાવ દર્શાવી ભારતની ધર્મસેવા પણ કરી રહ્યા હતા.
ઘણા કાળ પહેલાં થઈ ગયેલાં એક અષ્ટાવધાની માળસરસ્વતી તરીકે લેાકેામાં ખ્યાતિ પામ્યાં હતાં અને તે સમયમાં એ સાક્ષાત્ સરસ્વતી રૂપે જ મનાયાં હતાં એમ ‘ બુદ્ધિપ્રકાશ’માંના એક ઉલ્લેખ પરથી જણાય છે.
રાજા ભેાજના વખતમાં એકપાઠી, મેપાડી, ત્રિપાઠી અને ચાર પાડી—એમ આવી શક્તિવાળા કવિએ દરબારી સભામાં હતા તેવી વાયકા છે. કાઈ પણ નવા કવિ આવીને નવા શ્લાક બેલે તે એકપાઠીને તરત જ યાદ રહી જતા. તે એ પાડી એ વખતમાં યાદ રાખતા તેવીજ રીતે ત્રણ-ચારવાળા અનુક્રમે યાદ કરી લેતા. આવી શક્તિથી રાજા ભેાજ તેઓ પર પ્રસન્ન રહેતા અને ઘણી
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચ'દ્ર જન્મભુવન ૩ : ૧૬૫
wwwwww
wwww
વખત ખૂબ પ્રસન્ન થઈ મેટાં ઇનામેા આપતા એવું આવી દંતકથાઓમાં વાંચવા મળે છે. આપણા આ આળયેાગીમાં તા માત્ર પંદર જ વર્ષની વયે એકપાઠી જેવી ઉત્કૃષ્ટ શક્તિ જોવામાં આવી હતી. નવા અને ગમે તે ભાષાના શ્લાક આપણે ગમે તેટલી ઝડપથી એક વાર ખાલી જઈ એ, તાપણ તે આબેહૂબ શબ્દશઃ તેજ પ્રમાણે કહી બતાવતા.
આ સમયમાં તત્ત્વશેાધક જૈનના ઉપાશ્રયે શાસ્ત્રી શંકરલાલના અવધાનપ્રયાગ થયા, ત્યારે આપણા આ મળયેાગી પણ આમત્રણથી તે અવધાનાનું નિરીક્ષણ કરવા પધાર્યા હતા. જેવાં અવધાન પૂરાં થયાં કે શ્રીમમાં પણ એ શક્તિ ખીલી ઊઠી અને વસંત નામે બાગમાં જઈ પ્રથમ પેાતાના મિત્રમ`ડળમાં સ્મરણમાં રાખેલા નવાનવા શ્લેાકેા શાસ્ત્રી શ ́કરલાલથી પણ સરસ રીતે કહી બતાવ્યા. આવી અદ્ભુત શક્તિ ધરાવનાર ખાળ પર કેને પ્રેમ ન આવે ? વિાધી પણ શાન્ત થઈ જાય અને આ અદ્દભુત શક્તિ આગળ તે નઞીજ પડે, નવી વિદ્યા જોતાં જ ગ્રહણ કરી શકવાની શક્તિ આવા અદ્ભુત પુરુષ સિવાય કેાની હાઈ શકે? આવા વિરલ જન્મયાગી વીર અહીં આપણા મહાભાગ્યે આપણુને સાંભળવા, દર્શન કરવા મળ્યા.
નવા અવધાની કવિને વિચાર માત્ર આટલા જ વિષય યાદ રાખવાથી સતાષાયા નહી; ખીજે દિવસે તેએએ બે હજાર પ્રેક્ષકા સમક્ષ ઉપાશ્રયમાં જ ખાર અવધાન કરી ખતાવ્યાં. તેમની કીર્તિગાથા સ્થળે સ્થળે, ઘેર ઘેર ગવાવા લાગી. વળી, એમના ઉત્કૃષ્ટ સદ્ગુણેાથી આ ખાળમહાત્મા પૂજ્ય અની ગયા. ખાર પછી સાળ અવધાન કર્યાં ને સાળ પછી ખાવન ને પછી સીધાં સે। અવધાન કર્યાં. કેવળ આટલી નાની વયે શતાવધાનની શક્તિ ધરાવનાર અન્ય રીતે પણ આ ખાળયાગી પૂજનીય ખની ગયા તે તેમની લેાકેાત્તર પ્રતિભાને કારણે.
પરિના અને પરધનના ત્યાગ, એ સુલભ નથી. આ ખાળચેગીમાં એ નાનપણથી જ જોવામાં આવતાં હતાં. કેાઈ એમ કહે કે હજુ તેમનુ વય એટલુ' કાં હતું કે આવા ગુણાની કસેાટી
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૬૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwww
થાય. પણ પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય, તે મુજબ આ વીર અનેક દૃષ્ટિએ અસામાન્ય પુરુષ હતા. જે તે પુરુષમાં અહંભાવ કે એવું કોઈ અન્ય દૂષણ આવવાનું હોત, તો આટલી નાની ઉંમરમાં શતાવધાન કરી જ્યારે અપૂર્વ પ્રસિદ્ધિ પામ્યા, ત્યારે જ તેમનામાં અહંભાવ આવી ગયા હોત. ઘણા વૃદ્ધ વિદ્વાનો પણ અહંભાવથી મુક્ત રહી શકયા નથી તે એમની તો તરુણાવસ્થા હતી ! છતાં પણ તેમના વ્યક્તિતેજમાં કયાંય કેલક જેવા મળતું નહોતું. તેઓ પ્રકૃતિથી જ ગંભીર, સત્ત્વગુણી અને વિનયી હતા. મહાન પુરુષમાં આવા ઉત્કૃષ્ટ ગુણો હોય તેમાં કઈ આશ્ચય નથી. ટૂંકમાં, દિવ્ય પુરુષે જ આ જન્મ ધારણ કર્યો છે એમ સૌને લાગતું. નહિતર આવી નાની વયે આવી શક્તિ, આવા સગુણ અને આવી ભવ્ય દષ્ટિ કયાંથી હોય ? અનેક સગુણાના પ્રકાશથી તેમનું વિરલ વ્યક્તિત્વ અદ્દભુત રીતે ઝળહળી ઊઠતું હતું. - આવા સાધુરત્નની દેદીપ્યમાન વિભૂતિથી આખું ભારત ગૌરવ લઈ શકે. પણ બધા કરતાં જેનોએ વિશેષ આનંદ અને અનહદ ઉપકાર માનવો જોઈએ, કારણ કે તેમણે જેના માટે ધર્મ-તત્ત્વ શોધી આપ્યું છે, તેટલું બીજું કંઈ કરી શકયું નથી. જૈન ધર્મની ગ્લાનિ દૂર કરવા માટે જાણે કોઈ મહાત્મા જમ્યા હોય તેમ આ બાળાગી આપણા ઉદ્ધાર માટે જાગ્યા. જૈન ધર્મમાં તીર્થકરો પછી આવો કોઈ પુરુષ થયા નથી એમ ઘણા માને છે તેનું કારણ પણ તેમની જૈન ધર્મતત્ત્વની આવી અજોડ સેવા છે.
ધર્મ વૃદ્ધિપ્રકાશક એ શબ્દ આગળ રાખી વિચારીએ. આ ધર્મવૃદ્ધિ માટે આપણે જેટલું માન આ બાળ ગીવરને આપીએ તેટલું ઓછું જ છે. ધમ પરનો એમને મૂળથી જ પ્રેમ એવા હતો કે એનું મનન, રટણ, ગભીરતાની સાથે ચાલતાં, ઊઠતાં, બેસતાં, હરતાં, ફરતાં, ખાતાં, પીતાં, પહેરતાં, ઓઢતાં, સૂતાં, જાગતાં—એમ એમની દરેક જીવનક્રિયામાં જૈન ધર્મનું તત્ત્વ પ્રગટ થતું હતું. * જૈન ધર્મના અનાદિકાળથી ચાલ્યા આવતા મહાનિયાને અનુસરીને જ એ ધમ મતમતાંતર બને એ માટે ગ્રંથ રચવાના
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૬૭
wwwwww
:
રૂડા વિચાર સ્ફુરતાં જ એવાં સાત શાસ્રા એમણે રચવાનું નક્કી કર્યું.... નીતિ, ભક્તિ, અહિંસા, શીલ અને અધ્યાત્મ સંબધી ગ્રંથા રચવા તેમણે પ્રયત્ન કર્યા છે. ‘મેાક્ષમાળા’ નામે સુંદર ગ્રંથ રચ્યા છે. તેમાં આશરે છ હજાર જેટલા શ્લેાક છે. તે ગ્રંથ માત્ર ત્રણ દિવસમાં જ રચ્યેા હતેા. જેના મુખે અમૃતધારા વહી જતી હાય તેને સૂત્રસિદ્ધાંતના ધાર્મિક ભેદો સમજતાં શી વાર? આ ગ્રંથમાં પણ તેમની સ્વભાવસુંદર શૈલીથી આપણામાં ધર્મ સંસ્કાર સ્ફુરે છે. મેાક્ષમાળા 'માં તેમની ધર્મ યુક્ત કવિત્વશક્તિનું આપણને દન થાય છે. તેમાં મેાક્ષના માર્ગ મતભેદ વિના બેધ્યા છે. ‘ મેાક્ષમાળા ’સૂસિદ્ધાંતને ટાડા છે. આપણુ' એ પુસ્તક દરેક શ્રાવકે એક વખત તે વાંચવું જ જોઈએ, સમજવું જોઈએ અને ન આવડે તેએએ બીજા પાસે જઈ શ્રવણ કરવું જોઈએ અને તેને રૂડા ઉપયાગ કરવા જોઈ એ. ‘ નિમરાજ ’ નામના સંસ્કૃત મહાકાવ્યના નિયમાનુસાર એમણે એક ગ્રંથ રચ્યા છે. તેમાં શાંત રસને પ્રધાન રાખી નવરસની રેલછેલ કરી છે, તેમાં ધર્મ, અર્થ અને મેાક્ષ સંબંધી ઉપદેશ કરી ફળમાં મેાક્ષમાગ મૂકી દીધા છે. પાંચ હજાર શ્લેાકવાળા એ ગ્રંથ એમણે છ દિવસમાં રચ્યા હતા. એ ગ્રંથથી જૈનો અને અન્ય ધમી એ આ જન્મસિદ્ધ કવિયેાગીની શક્તિથી સાનંદાશ્ચય અનુભવે છે.
આ મહાત્માએ એક સાર્વજનિક સાહિત્યના એક હજાર શ્લાકને ગ્રંથ એક દિવસમાં રમ્યા હતા અને એ ગ્રંથ હમણાં ધ્રાંગધ્રાનાં એક ડૉક્ટર પ્રસિદ્ધ કરનાર છે. આવી શક્તિવાળા દેવાંશી નર આપણા ધર્મમાં અવતર્યાં છે માટે હે શ્રાવકા, તમે તે પવિત્ર પુરુષના દરેક ગ્રંથનું શ્રવણ, મનન કરા એવું તમને નમ્રભાવે વિનવું છું. જે પુરુષને અન્ય ધી એ પણ ઈશ્વરી અંશ માને છે, તે તમારા ઉદ્ધાર કરવા અવતર્યા એમ જાણીને જાગા ! જૈન ધમના ઉદ્ધાર કરવા આ મહાત્માએ જન્મ ધર્યા તેમાં શકા રાખવા જેવું નથી. પ્રત્યેક તત્ત્વશાધક, શ્રાવક અને તેને જે માને તેને ખરી વૃત્તિમાં લાવી ઉદ્ધાર કરવા એ તેના હેતુ છે. એનામાં અપાર શક્તિ, અદ્ભુત સામર્થ્ય અને ધર્મને નામે ડૂબી રહ્યા છે તેને તારી પાર કરવા સિવાય તેમને કાઈ કામના
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૬૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
નથી, પૃહા નથી. ફક્ત કરુણામાંથી જ આટલો પરિશ્રમ પોતે ઉઠાવવા તત્પર થયા છે. સંસારમાં ભેગ, વિલાસ, મિત્ર ઘણા મળશે, પરંતુ મહાભાગ્ય વગર આવા દિવ્ય પુરુષનાં દર્શન અને ઉપદેશ મળશે નહી. કરોડો રૂપિયા ખર્ચતાં પણ આ વસ્તુવિચાર ક્યાંય નહીં મળે. માટે ઢીલ કરો મા. એની શૈલી સુંદર અને નિરાળી છે. હે જૈન બહેનો અને ભાઈઓ, તમે જે મુક્ત થવા ઈચ્છતા હો તો આ મહાન ગ્રંથના રૂડા ઉપચાદ કરો, રૂડા ઉપદેશનું મનન કરી અંતરમાં અવધારો. અન્ય ધમીએ પણ એની કેટલા પ્રેમથી સ્તુતિ કરે છે. તમારો ઉદ્ધાર કરવાને માટે જ આ બાળપ્રભુએ જન્મ ધારણ કર્યો છે, નહીં તો આટલી નાની વયમાં આટલી અનન્ય શક્તિ કેમ હોય ?
આ લઘુલેખમાં મેં' અતિશયોક્તિ કરી છે એમ કેઈકને જણાશે; પણ એવું નથી. જે મનુષ્ય એ મહાપુરુષનાં અવધાનોનું નિરીક્ષણ કર્યું હશે અને એમની દિવ્ય પ્રતિભાનાં દર્શન કર્યા હશે તે તરત જ કહેશે કે આમાં લખેલા કરતાં તો તે બાળવાર અનંત ગુણોથી શોભતા હતા. ધર્મશાસ્ત્ર અંગેના મર્મમાં જેની શક્તિની કઈ સીમા નથી તે પુરુષનું અનુસરણ કરવું શું યોગ્ય નથી ? તેઓ આટલા સમર્થ જ્ઞાની છતાં નિર્દભ અને ગુણગ્રાહી. હતા. જૈન ધમીઓએ તો આ જન્મયોગીનું પાદપૂજન કરવા જેવું છે. જે ભૂમિમાં, જે પિતાથી, જે ગામમાં, જે જનેતાથી, જે કુળમાંકુટુંબમાં અને જે રાજ્યમાં આ દેવાંશી પુરુષે જમ ધર્યો તે સવને ધન્ય છે. હે પરમાત્મા જિનેદ્ર ભગવાન ! એ દિવ્ય નર અમર તપ ! તથાસ્તુ !
હવે હે કવિવર્ય, ચકચૂડામણિ શ્રીમદ્ રાજચંદ્ર ભગવાન ! જે આપના નેહના આકર્ષણે બંધાયા હશે, જેઓ આપનાં દિવ્ય દર્શન કરતાં હશે, જે આપના ઉત્કૃષ્ટ ઉપદેશો શ્રવણ કરતાં હશે, જેઓ આપનાં સગાં-સંબધી હશે, આપની કીતિ, બુદ્ધિ અને મહાન શક્તિનું અંતરથી નિરીક્ષણ તેમ જ શ્રવણ કરતા હશે તેઓને પણ ધન્ય છે ! તે સર્વ પર આપની અમીદ્રષ્ટિ હો એ જ આ વિનયચંદ પોપટ દફતરીની માગણી છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૬૯
શ્રીમદ્-સ્તુતિ
(રાગ કલ્યાણ ) ૧ શ્રી રામચંદ્રને હે વિશ્વના પતિ,
આયુ, કીર્તિ, અચળ આપ પ્રેમથી અતિ....શ્રી રાય. ૨ જ્ઞાન, ધ્યાન, ભક્તિ, યુક્તિ મુક્તિના તરંગ
સવ પર વહાવે, શુદ્ધ જ્ઞાનને પ્રસંગ....શ્રી રાય. ૩ ધર્મ, કર્મ, મર્મ માં પ્રગાઢતા વિશેષ in મિથ્યાદંભ મદ નિવારનાર છો અશેષ....શ્રી રાય. ૪ માત્ર જેણે દશ પાંચ વર્ષની વયે જ | વિજયડ કે દીધા દેવાંશીને એ જ....શ્રી રાય. ૫ શતાવધાની હજુ હિંદમાં ન કોઈ
એ નર આજે એ તો લીધો એ જ જોઈ....શ્રી રાય. ૬ જૈન ધર્મ તણી વૃદ્ધિનો પ્રકાશ
ચિત્ત વિષે ચાહી કીધે રાખી ઇચ્છા ખાસ ....શ્રી રાય. ૭ શીઘ્રતાથી શ્લોક કર્યા એકે દી” હજાર
મનાય જે શારદાનો પોતે અવતાર...શ્રી રાય. ૮ ધન્ય તાત, ધન્ય માત, ધન્ય જન્મ ગામ
વિનેચંદ તણા તેને સદા છે પ્રણામ....શ્રી રાય. આ મહામા પુરુષની અદ્દભુત વૈરાગ્ય દશા તથા અપૂર્વ જ્ઞાનદશા અઢારમા વર્ષ થી શરૂ થાય છે. વિચારોનો સંગ્રહ “શ્રીમદ્ રાજચંદ્ર” નામના ભવ્ય, અપૂર્વ ગ્રંથના આકારે મુમુક્ષુ જનના હિતાર્થે બહાર પડી ચૂક્યો છે. આ અપૂર્વ ગ્રંથમાં તેઓશ્રીના તત્ત્વજ્ઞાન અંગેના નિર્ણયા, અત્યંતર દશા અને પરમાર્થ સંબંધાના વિચારોનો સમાવેશ થાય છે.
તત્ત્વજ્ઞાન અને સિદ્ધાંતજ્ઞાન જેવા કઠિન અને બહાળા વિષાના અધિકારીઓને એ ગ્રંથનું એક વાર અવલોકન કરવા નમ્ર વિનંતી છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
****************
:
‘સમુચ્ચય વયચર્યાં’
(શ્રીમદ્ રાજચંદ્રે બાવીસ વર્ષની વયે પેાતાના બાળપણનુ વર્ણન સમુચ્ચય વયચર્ચા' નામના આ લેખમાં કયુ` છે. )
સંવત ૧૯૨૪ના કાર્તિક સુદ ૧૫, રવિએ મારા જન્મ હાવાથી આજે મને સામાન્ય ગણતરીથી બાવીસ વર્ષ પૂરાં થયાં. ખાવીસ વની અલ્પ યમાં આત્મા સબધમાં, મન સ``ધમાં, વચન સમધમાં, તન સ`ખંધમાં અને ધન સબંધમાં મે અનેક રંગ દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિરચના, નાના પ્રકારનાં સંસારી મેાજા, અનંત દુઃખનું મૂળ એ બધાંનેા અનેક પ્રકારે મને અનુભવ થયા છે. સમ તત્ત્વજ્ઞાનીએએ અને સમર્થ નાસ્તિકાએ જે જે વિચારા કર્યા છે તે જાતિના અનેક વિચારો તે અલ્પવયમાં મે કરેલા છે. મહાન ચક્રવતીએ કરેલા તૃષ્ણાના વિચાર અને એક નિઃસ્પૃહી મહાત્માએ કરેલા નિઃસ્પૃહાના વિચાર મે' કર્યા છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂખ વિચારી છે. અલ્પવયમાં મહુ વિચારેા કરી નાખ્યા છે. મહદ્ વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સઘળું અહુ ગંભીર ભાવથી આજે હુ દૃષ્ટિ દઈ જોઉં છું તેા પ્રથમની મારી ઊગતી વિચારશ્રેણી, આત્મદશા અને આજને આકાશપાતાળનુ અંતર છે; તેનેા છેડા અને આને છેડા કાઈ કાળે જાણે મળ્યા મળે તેમ નથી. પણ શેાચ કરશેા કે એટલી બધી વિચિત્રતાનુ કાઈ સ્થળે મે' લેખન-ચિત્રણ કર્યું' છે કે નહીં ? તા ત્યાં એટલું જ કહી શકીશ કે એનું લેખન-ચિત્રણ સઘળુ` સ્મૃતિના ચિત્રપટમાં છે. બાકી મે' પત્ર-લેખિનીના સમાગમ કરી જગતમાં દર્શાવવાના પ્રયત્ન કર્યા નથી.* જો કે હું એમ સમજી * મૂળમાં ‘દર્શાવવાનું પ્રયત્ન કર્યું નથી' એમ છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૭૧
શકું છું કે તે વયચર્યા જનસમૂહને બહુ ઉપયોગી, પુનઃ પુનઃ મનન કરવાગ્ય અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે; પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચોખી ના કહી હતી, એટલે નિરુપાયતાથી ક્ષમા ઈચ્છી લઉં છું. પરિણામિક વિચારથી તે સ્મૃતિની ઇચ્છાને દબાવી તે જ સ્મૃતિને સમજાવી, તે વયચર્યા ધીરેધીરે બનશે તો, અવશ્ય ધવળ-પત્ર પર મૂકીશ; તોપણ સમુરચય વયચર્યાની ઝાંખી રેખા અહી સંભારી જઉં છું'.
- સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમતગમત સેવી હતી.
એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના-ક૯૫નાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર–મારા આત્મામાં થયા કરતી હતી; રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની મારામાં પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવાપીવાની, સૂવા બેસવાની, અધી વિદેહી દશા હતી; છતાં હાડ ગરીબ હતું. એ દશા હજુ સાંભરે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હોત તો મેક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહી'. એની નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભરે છે.
સાત વર્ષથી અગિયાર વર્ષ સુધીનો કાળ કેળવણી લેવામાં ગયા હતા. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે છે, તેટલી
ખ્યાતિ ભોગવવાથી તે કંઈક અપરાધી થઈ છે; પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું; છતાં ખ્યાતિના હેતુ નહતો, એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી બળવત્તર હતી કે તેવી રસૃતિ બહુ જ થાડા મનુષ્યમાં આ કાળે, આ ક્ષેત્રે હશે. હું અભ્યાસમાં પ્રમાદી બહુ હતો. વાતડાહ્યો, રમતિયાળ અને આનંદી હતા. પાઠ માત્ર શિક્ષક વંચાવે તે જ વેળા વાંચી તેનો ભાવાર્થ કહી જતા. એ ભણીની નિશ્ચિતતા હતી. તે વેળા પ્રીતિસરળવાત્સલ્યતામારામાં બહુ હતી; સર્વથી એકત્વ ઈચ્છતા; સર્વમાં ભ્રાતૃભાવ હોય તો જ સુખ એ મને સ્વાભાવિક આવડયું હતું. લોકોમાં
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૦૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
કોઈ પણ પ્રકારથી જુદાઈના અંકુરો જોતા કે મારું અંતઃકરણ રડી પડતું. તે વેળા કલ્પિત વાત કરવાની મને બહુ ટેવ હતી. આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી, જે પાછળથી તપાસતાં સમાપ માલૂમ પડી હતી.
અભ્યાસ એટલી ત્વરાથી કરી શકયો હતો કે જે માણસે મને પ્રથમ પુસ્તકનો બાધ દેવો શરૂ કર્યો હતો, તેને જ ગુજરાતી કેળવણી ઠીક પામીને તે જ ચાપડીને મેં પાછો બાધ કર્યો હતો. ત્યારે કેટલાક કાવ્યગ્રંથ મેં વાંચ્યા હતા તેમ જ અનેક પ્રકારના બોધગ્રંથે આડાઅવળા મેં જોયા હતા, જે પ્રાયઃ હજુ સ્મૃતિમાં રહ્યા છે. ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે ભદ્રિકપણું જ સેવાયું હતું. હું માણસ જાતને બહુ વિશ્વાસુ હતો; સ્વાભાવિક સૃષ્ટિરચના પર મને બહુ પ્રીતિ હતી.
મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમની પાસે તે વયમાં કૃષ્ણકીર્તનનાં પદે મેં સાંભળ્યાં હતાં તેમ જ જુદાજુદા અવતારો સંબંધી ચમત્કારો સાંભળ્યા હતા, જેથી મને ભક્તિની સાથે ને અવતારોમાં પ્રીતિ થઈ હતી અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી. નિત્ય કૃષ્ણનાં દર્શન કરવા જતો, વખતોવખત કથાઓ સાંભળતા, વારંવાર અવતાર સંબધી ચમત્કારમાં હું મેહ પામતા અને તેને પરમાત્મા માનતો. તેથી તેનું રહેવાનું સ્થળ જોવાની પરમ જિજ્ઞાસા હતી. તેના સંપ્રદાયના મહંત હોઈ એ, સ્થળસ્થળે ચમકારની હરિકથા કરતા હાઈ એ અને ત્યાગી હાઈ એ તો કેટલી મજા પડે !—એવી વિક૯પના થયા કરતી. તેમ જ કોઈ વૈભવી ભૂમિકા જોતો કે સમથ વૈભવી થવાની ઇચ્છા થતી. ‘પ્રવીણસાગર’ નામનો ગ્રંથ તેવામાં મેં વાંચ્યા હતા, તે વધારે સમજ્યો નહોતો; છતાં સ્ત્રી સંબંધી નાના પ્રકારનાં સુખમાં લીન હાઈ એ અને નિરુપાધિપણે કથાકથન-શ્રવણ કરતા હોઈ એ તો કેવી આનંદદાયક દશા પમાય, એ મારી તૃષ્ણા હતી. ગુજરાતી ભાષાની વાચનમાળામાં જગત્કર્તા સંબંધી કેટલેક સ્થળે બાધ કર્યો છે તે મને દૃઢ થઈ ગયા હતા, જેથી જૈન લોકો ભણી મારી બહુ
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૭૩
જુગુપ્સા હતી. બનાવ્યા વગર કોઈ પદાર્થ બને નહીં માટે જૈન લેકે મૂખ છે, તેમને ખબર નથી. તેમ જ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકોની ક્રિયા મારા જોવામાં આવતી હતી, જેથી તે ક્રિયાઓ મલિન લાગવાથી હું બીતો હતો, એટલે કે તે મને પ્રિય નહોતી.
જન્મભૂમિકામાં જેટલા વાણિયાએ રહે છે તે બધાની કુળશ્રદ્ધા ભિન્નભિન્ન છતાં કંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી, એથી મને તે લોકોનો જ પનારો હતો. લોકો મને પહેલેથી સમર્થ શક્તિવાળા અને ગામના નામાંકિત વિદ્યાથી ગણતા, તેથી મારી પ્રશંસાને લીધે ચાહીને તેવા મંડળમાં બેસી ચપળશક્તિ દર્શાવવા હું પ્રયત્ન કરતો કંઠી માટે તેઓ વારંવાર મારી હાસ્યપૂર્વક ટીકા કરતા; છતાં હું તેમાંથી બાદ કરતા અને સમજણ પાડવા પ્રયત્ન કરતો. પણ હળવે હળવે મને તેમનાં પ્રતિકમણુસૂત્ર ઇત્યાદિક પુસ્તક વાંચવા મળ્યાં; તેમાં બહુ વિનય - પૂર્વક સર્વ જગતજીવથી મિત્રતા ઇચ્છી છે તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ અને પેલામાં પણ રહી. હળવેહળવે આ પ્રસંગ વધ્યા. છતાં સ્વચ્છ રહેવાના તેમ જ બીજા આચારવિચાર મને વૈષ્ણવના પ્રિય હતા. જગત્કર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી તૂટી ગઈ, એટલે ફરીથી મેં બાંધી નહી. તે વેળા બાંધવા ન બાંધવાનું કાંઈ કારણ મેં શોધ્યું નહોતું. આ મારી તેર વર્ષની વયની ચર્યા છે. પછી હું મારા પિતાની દુકાને બેસતો અને મારા અક્ષરની. છટાથી કચ્છ દરબારને ઉતારે મને લખવા માટે બોલાવતા ત્યારે હું ત્યાં જતો. દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે. અનેક પુસ્તકો વાંચ્યાં છે, રામ ઇત્યાદિકનાં ચરિત્રો પર કવિતાઓ રચી છે, સંસારી તૃષ્ણાઓ કરી છે, છતાં કેઈને મેં એ છોઅધિકે ભાવ કહ્યો નથી કે કોઈ ને મેં ઓછુ અધિક્ તળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે.
-શ્રીમદ્ રાજચંદ્ર
Page #229
--------------------------------------------------------------------------
________________
મમમમમમમ મમમમ
મુગટમણિ રવજીભાઈ દેવરાજની પવિત્ર જનાબે
વવાણિયા
મિ. ૨-૬–૧-૮-૧૯૪ર. વવાણિયા બંદરથી વિ. રાયચંદ વિ. રવજીભાઈ મહેતાના પ્રેમપૂર્વક પ્રણામ માન્ય કરશોજી. અત્રે હું ધમ–પ્રભાવ વૃત્તિથી કુશળ છું'. આપની કુશળતા ચાહું છું. આપનો દિવ્ય પ્રેમભાવભૂષિત પત્ર મને મળ્યો, વાંચીને અત્યાનંદાર્ણવતરંગ રેલાયા છે; દિવ્ય પ્રેમ અવલોકન કરીને આપનું પરમ સ્મરણ ઊપજયું છે. આવા પ્રેમી પત્રો નિરંતર મળવા વિજ્ઞાપના છે અને તે સ્વીકૃત કરવી આપને હેરતગત છે, એટલે ચિંતા જેવું નથી. આપે માગેલા પ્રશ્નોના ઉત્તર અહીં આગળ આપી જવાની રજા લઉં છું: - પ્રવેશકઃ આપનું લખવું ઉચિત છે. સ્વ સ્વરૂપ ચીતરતાં મનુષ્ય ખચકાઈ જાય ખરો. પરંતુ સ્વ સ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિને કિંચિત્ ભાગ મળે ત્યારે, નહીં તો નહીં જ, આમ મારું મત છે. આત્મસ્તુતિનો સામાન્ય અર્થ પણ આમ થાય છે કે પોતાની જૂઠી આપવડાઈ ચીરતવી. અન્યથા આત્મસ્તુતિનું ઉપનામ પામે છે; પરંતુ ખરું લખાણ તેમ પામતું નથી; અને જ્યારે ખરું સ્વરૂપ આત્મહુતિ ગણાય તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ ? માટે સ્વ સ્વરૂપની સત્યતા કિચિત આપની માગણી ઉપરથી જણાવતાં અહી આગળ મેં આંચકે ખાધે નથી, અને તે પ્રમાણે કરતાં ન્યાયપૂર્વક હું દોષિત પણ થયેલ નથી.
-પંડિત લાલાજી મુંબઈ નિવાસીનાં અવધાના સંબંધી આપે બહુ એ વાંચ્યું હશે. એઓ પંડિતરાજ અષ્ટાવધાન કરે છે, તે હિંદપ્રસિદ્ધ છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૭૫
wwww આ લખનાર બાવન અવધાન જાહેરમાં એક વખતે કરી ચૂક્યો છે; અને તેમાં તે વિજયવંત ઊતરી શક્યો છે તે બાવન અવધાન :
૧. ત્રણ જણ સાથે પાટે રમ્યા જવું'. ૨. ત્રણ જણ સાથે ગંજીફે રમ્યા જવું. ૩. એક જણ સાથે શેતરંજ રમ્યા જવું'. ૪. ઝાલરના પડતા કેરા ગણતા જવું. પ. સરવાળા, બાદબાકી, ગુણાકાર, અને ભાગાકાર
| -મનમાં ગણ્યા જવું. ૬. માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરવી. ૭. આઠેક નવી સમસ્યાઓ પૂર્ણ કરવી. ૮. સોળ નવા વિષયો વિવાદકોએ માગેલા વૃત્તમાં a - અને વિષય પણ માગેલા રચતા જવી. ૧૬ ૯. ગ્રીક, અંગ્રેજી, સંસ્કૃત, અરબી, લૅટિન, ઉર્દુ , ગુર્જર,
મરાઠી, બંગાળી, મરૂ, જાડેજ, આદિ સોળ ભાષાના ચારસે શબ્દો અનુક્રમવિહીનના કર્તા-કર્મ સહિત પાછા અનુક્રમ સહિત કહી આપવા. વચ્ચે બીજા
- કામ પણ કર્યો જવા ૧૬ ૧૦. વિદ્યાર્થીને સમજાવવા ૧૧. કેટલાક અંલકારના વિચાર
આમ કરેલાં બાવન અવધાનની લખાણ અહી' આગળ પૂર્ણાહુતિ થાય છે.
આ બાવન કામાં એક વખતે મન:શક્તિમાં સાથે ધારણ કરવાં પડે છે. વગર ભણેલી ભાષાના વિકૃત અક્ષરો સુકૃત કરવા પડે છે. ટૂંકામાં આપને કહી દઉં છું કે આ સઘળું યાદ જ રહી જાય છે. (હજુ સુધી કોઈ વાર વિકૃત થઈ ગયું નથી.)
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૭૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwwwww
wwwwwwww⌁
આમાં કેટલુંક માર્મિક સમજવુ` રહી જાય છે. પરંતુ દિલગીર છું કે તે સમજાવવું પ્રત્યક્ષને માટે છે એટલે અહી આગળ ચીતરવું વૃથા છે. આપ નિશ્ચય કરે કે આ એક કલાકનુ કેટલું કૌશલ્ય છે? ટૂંકા હિસાબ ગણીએ તેા પણ આવન લેાક તા એક કલાકમાં યાદ રહ્યા કે નહી? સેાળ નવા, આ સમસ્યા, સેાળ જુદીજુદી ભાષાના અનુક્રમ વિહીનના અને ખાર ખીજા કામ મળી એક વિદ્વાને ગણતરી કરતાં માન્યું હતુ` કે ૫૦૦ શ્ર્લાકનુ' સ્મરણુ એક કલાકમાં રહી શકે છે. આ વાત અહી આગળ એટલેથી જ પતાવી દઈએ છીએ.
જ્ઞા—તેર મહિના થયાં દેહેાપાધિ અને માનસિક વ્યાધિના પરિચયથી કેટલીક શક્તિ દાટી મૂકચા જેવી જ થઈ ગઈ છે. (માવન જેવાં સેા અવધાન તેા હજુ પણ થઈ શકે છે) નહી તેા આપ ગમે તે ભાષાના સે। શ્લેાકેા એક વખત ખેાલી જાએ તેા તે પાછા તેવી જ રીતે યાદીમાં રાખી ખેાલી દેખાડવાની સમતા આ લખનારમાં હતી. અને તે માટે તથા અવધાનેાને માટે ‘સરસ્વતીના અવતાર એવું ઉપનામ આ મનુષ્યને મળેલું છે. અવધાન એ આત્મશક્તિનું કર્તવ્ય મને સ્વાનુભવથી જણાયુ છે. આપના પ્રશ્ન આવા છે કે “એક કલાકમાં સેા લેાક સ્મરણભૂત રહી શકે?’” ત્યારે તેને માર્મિક ખુલાસેા ઉપરના વિષા કરશે, એમ જાણી અહીં આગળ જગા રેકી નથી. આશ્ચર્ય, આનંદ અને સંદેહમાંથી હવે જે આપને ચેાગ્ય લાગે તે ગ્રહણ કરી.
*
2
રૂ-મારી શી શક્તિ છે ? કઈ જ નથી. આપની શક્તિ અદ્ભુત છે. આપ મારે માટે આશ્ચય પામેા છે, તેમ હું આપને માટે આનંદ પામું છું.
આપ કાશીક્ષેત્ર તરફ સરસ્વતી સાધ્ય કરવા પધારનાર છે।. આમ વાંચીને અત્યાનંદમાં હું કુશળ થયા છું. વારુ, આપ ન્યાયશાસ્ત્ર કયુ કહેા છે ? ગૌતમ મુનિનું કે મનુસ્મૃતિ, હિંદુધર્મશાસ્ત્ર, મિતાક્ષર, વ્યવહાર, મયૂખ આદિ પ્રાચીન ન્યાયથા કે હમણાંનું બ્રિટિશ લા પ્રકરણ ? આને ખુલાસેા હું નથી સમજ઼્યા.
Page #232
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૯૭
www
66
મુનિનું ન્યાયશાસ્ત્ર મુક્તિપ્રકરણમાં જાય તેમ છે. ખીજા ગ્રંથા રાજ્યપ્રકરણમાં બ્રિટિશમાં માઠાં ’ જાય છે; ત્રીજા ખાસ બ્રિટિશને જ માટે છે, પરંતુ તે અંગ્રેજી. ત્યારે હવે એમાંથી આપે કાને પસંદ કર્યુ” છે? તે માઁ ખુલ્લા થવા જોઈ એ. મુનિશાસ્ત્ર અને પ્રાચીનશાસ્ર સિવાય જો ગણ્યુ હાય તેા એ અભ્યાસ કાશીનેા નથી. પરંતુ મઁટ્રિકયુલેશન પસાર થયા પછી મુંબઈપૂનાના છે. બીજા` શાસ્ત્રા સમયાનુકૂળ નથી. આ આપના વિચાર જાણ્યા વિના જ વેતચું છે, પર’તુ વેતરવામાં પણ એક કારણ છે. શું? તે આપે સાથે અંગ્રેજી વિદ્યાભ્યાસનું લખ્યું છે તે હું ધારું છું કે એમાં આપ કઈ ભૂલથાપ ખાતા હશેા. મુંબઈ કરતાં કાશી તરફ અગ્રેજી અભ્યાસ કંઈ ઉત્કૃષ્ટ નથી. જ્યારે ઉત્કૃષ્ટ ન હોય ત્યારે આવું પગલું ભરવાના હેતુ બીજે હશે, આપ ચીતા ત્યારે દર્શિત થાય. ત્યાં સુધી શકાગ્રસ્ત છું.
૧. મને અભ્યાસ સ'ખ'ધી પૂછ્યું' છે, તેમાં ખુલાસે જે દેવાના છે, તે ઉપરની કલમની સમજણફેર સુધી દઈ શકતા નથી અને જે ખુલાસે હું આપવાના છું તે દલીલેાથી આપીશ.
જ્ઞાનવર્ધક સભાના મંત્રીનેા હું ઉપકાર માનું છું, એએ આ અનુચરને માટે તસ્દી લે છે તે માટે.
આ સઘળા ખુલાસા ટૂંકામાં પતાવ્યા છે. વિશેષ જોઈ એ તા માર્ગેા.
શ્રી. ૧૨
*
Page #233
--------------------------------------------------------------------------
________________
મમમમમમમમમમમમમમમમમમમમમ
- પરમક્ષાળુ દેવ ઉપર સૌભાગ્યભાઈના, અન્યના પત્રો
તથા પરમકૃપાળુ દેવના થોડા જવાબો
૧૯૫૧ ના ચૈત્ર સુદ ૬ સોમવાર - તે પૂર્ણાનંદી મહાત્માને ત્રિકાળ નમસ્કાર હે હરિ ! હરિ ! શું કરું ? દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનુ ભાજન છું' કરુણાળ; શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ,
નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ ? હે પ્રભુ ! તુમ તે અપાર, 'અપાર, અપાર છે. રાજચન્દ્રજી, તુમને વંદન વિનય સહિત.
છોરુની વિનંતી કે અ૯પજ્ઞ પામર, અનાથ, બાળકનાં વંદન પુનઃ પુનઃ સ્વીકારશોજી. હે પ્રભુ ! આપને પત્ર એક આવ્યા તે વાંચી અત્યંત આનંદ તમારા કિંકર-દાસને થયો છે. વળી એ જ રીતે આ બાળક ઉપર કૃપાદૃષ્ટિ કરી આ અ૯પજ્ઞ પામરને ભાન કરાવશે. હે પ્રભુ ! આપનાં અમૃતવચનાનું પાન કરતાં આ અતૃપ્ત આત્મા ધરાતા નથી. હે ભગવાન ! આ પત્ર વાંચી દાસની અરજી ધ્યાનમાં લેશો, જેથી આ છોરુ અજ્ઞાન, બંધન અને મિથ્યા ભ્રાંતિથી મુક્ત થાય. સંસાર અશરણ છે. સર્વ પ્રકારે તે સંસારની આસ્થા તજીને નિર્ભય થાય તે પ્રકાર, હે પ્રભુ, આપ જ બતાવે છે. આવુ જ આ કિંકર ઉપર કરુણા આણીને આત્મસ્વભાવને પમાડશે તથા સર્વ પ્રકારે આ સેવકની હમેશાં હોંશ પૂરી કરશે.
Page #234
--------------------------------------------------------------------------
________________
0
symale Selque
446
Mali
SA
Mi Max
Tek in to WANT TO
66232 WIN7
HERMING 3105 ASTRIM STIGHE
furfeer se
THW (PTY) - his te erfeise TANT (g) MAY
742
F WITERANYWA NGAY.S
Page #235
--------------------------------------------------------------------------
Page #236
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૭૯
- હે પ્રભુ, આ જીવ પૂર્વ કર્મ કર્યા સુખદુઃખ ભોગવે છે. તેમાં, હે પ્રભુ, જ્ઞાની પ્રભુને જે કોઈ પ્રકારથી વૃત્તિ ફરી જતી નથી. વાહ ! ધન્ય છે ! આ તો, હે પ્રભુ, કેાઈ અઘાર કમને ઉદયે એક વૃત્તિ આ મૂઢ બાળકની ઠરતી નથી. પણ, હે પ્રભુ, આ દાસ ઉપર અત્યંત દયા લાવી અપૂર્વ મંત્ર બતાવીને પણ બધું જગત ભ્રમ બતાવ્યું છે એવું તો ચૂંટી ગયું છે કે મારા ગુરુએ-પ્રભુએ જે કીધું તે સત્ છે. તો મને બીજા કોઈમાં આસ્થા આવતી જ નથી. ગુરુ પરમાત્મામાં ભિન્નભાવ નથી ને તે વિના, હે પ્રભુ, બધું ભ્રમ છે. જગત દશ્ય છે તે માટે, હે પ્રભુ, તમે જો કોઈ વાત આ બાળકને કહેવા જોગ હોય તો લખી જાણ કરવા કૃપા કરશે. શાથી જે બીજા કોઈનું મને કહેવું થાય અથવા કાંઈ સાંભળવું થાય પણ મને અંતઃકરણમાં ઊતરે જ નહીં. આપ જે લખે અને કહો જે એ વાત સત્ છે તે કહ્યું જ ખરું છે; તો જ મને શાન્તિ મળે છે.
મને અનુભવથી જોઈ ખરું લાગે તો પણ એમ રહ્યા કરે છે કે જે પ્રભુ સ્વીકારે તો તે પ્રમાણે છે તેથી શાંતિ થાય છે. નહિતર ચિત્ત વિકલ રહે છે. માટે, હે પ્રભુ, આ પત્ર વાંચી આ મૂઢ બાળકને કોઈ પ્રકારે શિખામણથી ખરા મારગનું ભાન અને ભ્રાંતિનું નિરસન કરી જણાવશે. ને જે મિથ્યા હોય તે પણ જણાવશો. આ કહેવું ખરું છે અને આ કહેવું ખોટું છે તે પણ જણાવશો ને ખરો સત્ મત હોય તે પણ જણાવશે. શાથી કે જે હાલમાં અમારે અહીં રૂપચંદ વેદાંતવાત કહે છે તેથી, કરી, હે પ્રભુ, તેઓ વેદાંત મતની વાત ખરી કહી માંહી જીનને સમાવે છે. તે પોતાની કલ્પનાઓ અને મુનિ દેવકરણજીને અમેએ પ્રથમ આપની આજ્ઞાથી સમાધિશતક વાંચવા આપેલ તથા બીજી અમારી પાસે પડી છે તે પણ આપની આજ્ઞાથી વંચાવેલ; તેથી કરી અને આપના બાધથી મુનિ દેવકરણજી મહેતુ અહંકાર દવા પિોતીકું સ્વચ્છદ રોકતા હતા. સમાગની તેમને થોડી થાડી પ્રતીતિ થવા સંભવ હતો. તેમાં અહીં આ વેદાંતીના સમાગમથી અને તેના શાસ્ત્રથી પોતે ક૯૫નાએ સન્માર્ગ, સત્સંગના વિચાર છોડી એક બ્રા છે તે પરમાત્મા છે, તે હું જ છું' એમ
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૮૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવને
સમજી હવે કાંઈ તેમનાં ભજનભક્તિ નહીં કરવાં પડે. હું જ પરમાત્મા છું તો હવે ભજન કોનું કરવું ? અને જે ભજન કરીએ તે કે૯૫ના કરે. માટે હવે પરમાત્માનું ભજન પણ કરવું નહી અને જે છે તે પ્રારબ્ધ બંધાયું છે તે ભોગવે છૂટકે. જે જે થાય છે તે પ્રારબ્ધ પ્રમાણે થાય છે. આવા નિશ્ચય કરી જે અહંકાર મમત્વ સ્વચ્છ'દાદિકને કાઢવા પુરુષાર્થ કરવો નહીં તે, હે પ્રભુ, મને તો મોટી ભૂલ લાગે છે. એ એમ કેમ બને ?
આ ક૯૫ના ઉપર બધું છોડીને ક્રિયા માત્ર કરવી નહિ અને વિનયનું તે મૂળ નહિ ! આ જગતમાં હું પરમાત્મા અને સર્વ ઠેકાણે પરમાત્મા છે એમ સમજી હાલ નય ઉપરનો ચાલી છેવટે નય છોડવી જોઈ એ તે કોઈ પણ સમજ્યા વગર હાલ છોડી છે.
| વળી હું તો એમ જાણું છું જે, હે પ્રભુ, તમે કહો તે સત્ છે. પણ આ તો અનેક વાત નક્કી કરી પોતીકા સ્વરછ દે ચાલ્યા છે તેમાં મુનિ દેવકરણજી પણ તેમ જ સમજ્યા છે. તો હવે મારે કઈ પ્રકારેથી કોઈની જરૂર નથી; આપ જ મને બાધ કરો. તે વિના બીજાનો બાધ સમજાતો નથી. પણ આ લેક તો ક૯૫નાથી અનુમાન કરી કહે છે કે મને કેવળજ્ઞાન છે. વળી કહે છે કે મને કાંઈ લાગતું નથી. તે લાકે હમણાં વેદાંતી સંન્યાસી પાસે જઈ આવ્યા અને રૂા. ૧૨) નો આત્મપુરાણ ગ્રંથ ખરીદી લાવ્યા છે. તે ગ્રંથ મુનિ દેવકરણજીને વાંચવો છે. તે તે ગ્રંથ, હે પ્રભુ, મારે વાંચવા સાંભળવો યુક્ત છે કે નહી તે વિષે, હે પ્રભુ, આજ્ઞા કરશે. જે વાંચવા લાયક હોય તો વાંચુ; નહીં તો કાંઈ જરૂર નથી. તો તે કૃપા કરી જણાવશો. વળી મુનિ દેવકરણજી વેદાંતને બહુ વખાણે છે ને તેમ છે તે મતમાં ચાલવું એમ કહે છે તે સહેજ જણાવ્યું છે. હે પ્રભુ, હવે મારે કાંઈ બીજુ જેવું નથી. મારે તો મારા આત્માનું કલ્યાણ થાય તેમ કરવું છે.
હાલમાં, હે પ્રભુ, હું ઉત્તરાધ્યયન વાંચું છું. વળી અમારી પાસે અંબાલાલભાઈ એ ચોપડી ઉતારી આપી છે તે વાંચી અહુ જ આનંદ માનું છું. હાલમાં મારા ખરે આશરો, હે પ્રભુ,
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચદ્ર જન્મભુવન : : ૧૮૧
ww
તમારાં વચનામૃતાના મેધ થયેલ તે સ્મૃતિમાં આવે છે; ને તમારું જ મને શરણુ છે. ખાકી, હે પ્રભુ! આપે મને બેધ અને સાચા માર્ગનું ભાન ન કરાવ્યુ` હેાત તે, આ સંસારસમુદ્રમાં રઝળીને હું મરત, ગોથાં ખાધા કરત, ધન્ય છે, હે પ્રભુ, આપની પવિત્રતાને ! જેથી આ રાંક કિંકરને તાર્યો અને તમારા શરણથી મને ચિર શાન્તિ મળશે. આ બાળકને જેમ સમજાવવા ઘટે તેમ, હે નાથ, ભાન કરાવશે. એ જ વિનતી.
સ. ૧૯૫૨ વૈશાખ સુદ ૫
પ્રેમસ્વરૂપ પૂજ્ય તરણતારણ એધસ્વરૂપ પરમાત્મા દેવ શ્રી સહેજાત્મસ્વરૂપ સાહેબજી.
મા. મુંબાઈ અંદર,
શ્રી સાયલેથી લિ. આપના આજ્ઞાંકિત સેવક સેાભાગના નમસ્કાર વાંચશેાજી. આપના કૃપાપત્ર લાલચંદ ભેગા આવ્યે તેમાં લખ્યું છે કે ઘણા દિવસ થયા તમારા પત્ર નથી. તે અહી થી પુત્ર મણિલાલ ભેગે આવ્યા તેની પહેાંચ ત્યાર પછી વિસ્તારથી લખી છે. ત્યાર પછી પન્નું આવ્યું તેની પહેાંચ પણ લખેલ છે. તેમ એક કાગળ લાલચંદમાં બીડેલ, તે આપને મળ્યા જણાતા નથી.
આપના કાગળ જે હમણાં બેચાર આવેલ તે ખંભાત બીડી આપ્યા છે. વળી બીજા કાગળ પણ મંગાવે છે તે મણિલાલે કાંક મૂકયા છે તે હાથ લાગ્યા નથી. મણિલાલ મેારખી ગયેલ છે તે ૫-૬ દિન વારા આવ્યાથી કાગળની તજવીજ કરી ખંભાત બીડીશ.
ચિ. મનસુખભાઈના વિવાહ વૈ. સુદ ૧૫ના નિરધાર્યા છે અને તે વિવાહ ઉપર સાહેબજી દિન ૪–૫માં પધારશે એમ મેારીથી મણિલાલ લખે છે. તે વાત સાચી હશે. વરધ ક્રૂ કી છે એટલે જવાની તાકીદ હશે, તે પણ એક રાત અહીં પધારવાનું થાય
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૮૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
તો બધાંને દર્શનનો લાભ થાય. અને કદી હાલ તેટલો વખત કાઢતાં અડચણ જેવું દેખાતું હોય તો મુંબઈ જતી વખતે તે આવવાનું જરૂર રાખશે; અને જે તારીખે આપ વઢવાણ પધારો તે તારીખે મને અગાઉ લખી જણાવજે એટલે આપના દર્શને વઢવાણ કાંપ અગર મૂળી સ્ટેશને આવું. કાંપમાં આવું તો વળતી વખત કલાક દોઢ કલાકનો સમાગમ થાય એમ મારે વિચાર છે.
મારે શરીરે બે દિવસ થયા ઠીક જેવું વરતાય છે. તેમ જ આંખે પણ જરા ઠીક વરતાય છે.
જ્ઞાની પુરુષ પૂર્વના ઉદેભાવથી અજ્ઞાની માફક વર્તતા હોય તેને કયા લક્ષણથી જ્ઞાની જાણવા લખું', તો જે પૂરવનું ઉપાજનનું બળ હોય અને જ્ઞાની પુરુષનો સમાગમ હોય તો તે પુરુષને જ્ઞાનીની અવિરોધ વાણીની પરીક્ષા થાય. વળી જ્ઞાની પુરુષની આંખ વૈરાગથી ભરેલાની પરીક્ષા થાય. એ બે પરીક્ષા જેને થઈ છે તેને સદેહે ઊપજવાનું કારણ નથી. જ્ઞાની પુરુષને કાંઈ ચાર હાથ વગેરે બીજી કોઈ નિશાની હોતી નથી. માણસના જેવી જ ચેષ્ટા હોય છે. આજ અને ગયા કાળમાં જે જ્ઞાની પ્રત્યક્ષ છે તેનું માહાત્મ્ય વાપૂજાળથી થઈ ગયેલા જ્ઞાનીનું જાણે છે તેવું જણાતું નથી. એ જ મેહની કરમનું બળ છે પણ જે પ્રત્યક્ષ જ્ઞાનીનું માહાત્મ્ય જેમ થઈ ગયેલા જ્ઞાનીનું સમજે છે. તેમ જ જે આ જીવ સમજે તો સુગમમાં સુગમ તરવાનો ઉપાય એ છે. તે સિવાય બીજો ઉપાય મને તો દેખાતો નથી. - અહંતા, મમતા, ક્રોધ, માન, માયા, લોભમાં ઉદાસીનપણુ” જ્ઞાનીને વર્તે છે. પણ કોઈ ઉદેભાવથી તેને વે’વાર જોઈ સંદેહકારક લાગે છે તો તે કેવી રીતે વરતવું જોઈએ ? ઉદે આ૫ વચ્ચે લખો તે તે હાલો હલે નહીં તો પણ જ્યારે સંસારનો વે’વાર મૂકી જોગીના ’વાર આદરે તો સ દેહ પડવાનું ઓછું કારણ થાય. - મને એમ લાગ્યું તેમ લખી જણાવ્યું છે, પણ આપના ધારવામાં કોઈ ફેરફાર દેખાતા હોય તે લખી જણાવશો.
Page #240
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન ઃ : ૧૮૩
www
મનસુખભાઈના વિવાહ ઉપર મારે આવવા મરજી છે તે ફક્ત આપના સમાગમ સારુ જ. પણ અહીં લાલચંદની દીકરીના વિવાહ વૈ. વદ ચેાથના છે. એટલે જો હું તે પડતું મૂકી ત્યાં આવું તે લાલચંદ તથા ઉજમખા અજ્ઞાનને લીધે ખેદ કરે એટલે ખીજો ઉપાય નથી અને વિવાહ પછી આપ વવાણિયા પાંચ પંદર દિવસ રહેવાના હૈ। તા જણાવશે. જો બનશે. તા મારા વિચાર ત્યાં આવવાના છે.
જ્ઞાન વિષે વિચાર કરતાં ઓછી બુદ્ધિથી ચાલી શકે નહીં. તેમ કાઈ બતાવનાર નહી' તેથી બુદ્ધિ થાકી ગઈ. મનની દોડ ખધી ઘણીખરી ઓછી પડી ગઈ છે, છેવટ એક વિચાર એ નક્કી કર્યા કે રાતદિવસ સહજાત્મસ્વરૂપનું સ્મરણ કરું છું; તે તુંહી તુંહી જ. બીજાની કાંઈ જરૂર નથી. આપની ભક્તિ કરું છું; હવે આપની મરજી પ્રમાણે કરશે. એ જ વિનતિ.
લિ. સેવક સેાભાગના નમસ્કાર વાંચશે.
ભાઈશ્રી રેવાશ‘કરભાઈ ને પ્રણામ કહેશે.
*
✩
Page #241
--------------------------------------------------------------------------
________________
.
૫૮૮
મુંબઈ, ચૈત્ર વદ ૧૨, રવિ ૧૯૫૧
|
શ્રી જિન વીતરાગે દશ્ય :- ભાવસાગથી ફરી ફરી છૂટવાની. ભલામણ કરી છે. અને તે સાગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એ અખંડ માગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણ-કમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર,
આત્મસ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુતજ્ઞાનસ્વરૂપ એવાં દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશાગ્ય એવું: ‘આચારાંગસૂત્ર” છે. તેના પ્રથમ શ્રત સ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉપદેશમાં પ્રથમ વાકયે જે શ્રી જિને ઉપદેશ કર્યો છે, તે સવ અંગના, શ્રુતજ્ઞાનના સારસ્વરૂપ છે, મેક્ષના બીજભૂત છે, સમ્યફવસ્વરૂપ છે, તે વાકય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય થશે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છ દે નિશ્ચય કરે તે છૂટવાની માગ નથી.
સર્વ જીવનું પરમાત્માપણુ" છે એમાં સંશય નથી. તો પછી શ્રી દેવકરણજી પેતાને પરમાત્મા સ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ પ્રગટે નહીં', ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે; અને તે રસ્તે યથાર્થ પરમાત્માપણુ પ્રગટે છે. જે માગ મૂકીને પ્રવતવાથી તે પદનું ભાન થતું નથી; તથા જિન વીતરાગ સવજ્ઞ પુરુષોની આસાતના કરવારૂપ પ્રવૃત્તિમાં થાય છે. બીજો ભેદ કંઈ નથી. મૃત્યુનું આવવું અવશ્ય છે.
આત્મસ્વરૂપ પ્રણામ.
Page #242
--------------------------------------------------------------------------
________________
૭૯
મુંબઈ, જયેષ્ઠ સુદ, ૧૯૫૩. ૩૦ સર્વજ્ઞ
સ્વભાવજાગૃત દશા મિત્રસારી ન્યારી, પરર્જક ન્યારા, સેજ ન્યારી, ચાદરિ ભી ન્યારી, ઈહાં ઝુકી મેરી નયના; અતીત અવસ્થા સૈન, નિન્દ્રાવાહિ કોઇ વૈન, વિદ્યમાન પલક ન, થામૈ અબ છયના; સ્વાસ ઓ સુપન દેઉ નિન્દ્રાકી અલંગ બુઝે, સૂઝે સબ અંગ લખિ, આતમ દરપની; ત્યાગી ભર્યો ચેતન, અચેતનતા ભાઈ યાગિ, ભાલે દૃષ્ટિ ખલિકે, સંભાલે રૂપ અપના.
અનુભઉત્સાહદશા જૈસૌ નિરભેદરૂપ, નિરચે અતીત હનૌ, તેસૌ નિરભેદ અખ, ભેદકે ન ગટેગી ? દીસૈ કર્મ રહિત સહીત સુખ સમાધાન, પાયી નિજસ્થાન ફિર બાહરિ ન બહૈંગી; કબહું કદાપિ અપની સુભાવ ત્યાગિ કરિ, રાગ રસ રાચિકે ન પરવસ્તુ ગહેગો; અમલાન જ્ઞાન વિદ્યમાન પરગણું ભયો, થાહિ ભાંતિ આગમ અનંતકાળ રહૃગૌ.
Re સ્થિતિ દશા એક પરિનામકે ન કરતા દરવ કાઈ, દઈ પરિનામકે એક દવ ન ધરતુ હૈ; એક કરતુતિ કઈ દવ કબહું ન કરે, દાઈ કરતૂતિ એક દવ ન કરતુ હૈ; જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દઉં, અપને અપને રૂપ દોઉ કાઉ ન હેતુ હૈ; જડ પરિનામનિકી કરતા હૈ પુદ્ગલ ચિદાનન્દ ચેતન સુભાવ આચરતુ હં.
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૮૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
શ્રી સોભાગને વિચારને અર્થે આ કાગળ લખ્યા છે, તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવા યેાગ્ય છે. | સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે તે ‘મુક્ત” છે.
બીજા સર્વ દ્રવ્યથી અસગપણ, ક્ષેત્રથી અસંગપણુ, કાળથી અસંગાપણું અને ભાવથી અસંગપણ સર્વથા જેને વતે તે ‘મુક્ત છે.”
અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદે ભાસ ત્યાંથી મુક્ત દશા વતે છે તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિવિક૯૫ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.
જે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાને કોઈ પણ સંબંધ ન હતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સત્પુરુષને નમસ્કાર છે.
તિથિ આદિનો વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે.
શુદ્ધ સહજ આત્મસ્વરૂપ.
Page #244
--------------------------------------------------------------------------
________________
૭૮૦
મુંબઈ, જેઠ સુદ ૮, ભેમ, ૧૯૫૩ જેને કોઈ પણ પ્રત્યે રાગદ્વેષ રહ્યા નથી, તે મહામાને વારંવાર નમસ્કાર,
પરમ ઉપકારી, આત્માથી, સરલતાદિ ગુણસંપન્ન શ્રી સેભાગ,
ભાઈ ત્રંબકને લખેલા એક કાગળ આજે મળે છે. - “ આત્મસિદ્ધિ ” ગ્રંથના સંક્ષેપનું – અર્થનું—પુસ્તક તથા કેટલાંક ઉદેપશપત્રોની પ્રત અત્રે હતી જે આજે ટપાલમાં મોકલ્યાં છે. બંનેમાં મુમુક્ષ જીવને વિચારવા ગ્ય ઘણા પ્રશ્નો છે. - પરમાગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષે પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષનું' (વિશેષપણું) રહ્યું છે તે એ કે, તેના સંબંધ વતે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહેપણું કરી લઈ અખાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત (છૂટા) થવું કે જેથી ફરી ફરી જન્મમરણના ફેરે ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું', નિર્મોહપણું', યથાર્થ સમરસપ’ રહે તેટલું મોક્ષ પદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષોને નિશ્ચય છે.
કંઈ પણ મન, વચન, કાયાના યોગથી અપરાધ થયા હાયજાણતાં અથવા અજાણતાં–તો તે સવ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્રભાવથી ખમાવું છું. - આ દેહે કરવાચોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણના મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતી.
શ્રી રાયચંદના નમસ્કાર પ્રાપ્ત થાય.
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૮૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
શ્રી સોભાગને વિચારને અથે આ કાગળ લખ્યા છે, તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક એગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવવા યોગ્ય છે.
સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે તે “મુક્ત” છે.
બીજા સવ દ્રવ્યથી અસગપણું, ક્ષેત્રથી અસંગપણું', કાળથી અસગપણુ' અને ભાવથી અસંગપણ સર્વથા જેને વતે તે ‘મુક્ત છે.”
અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદે ભાસ ત્યાંથી મુક્ત દશા વતે છે તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.
જે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાને કોઈ પણ સંબંધ ન હતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષને નમસ્કાર છે.
તિથિ આદિના વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે.
- શુદ્ધ સહેજ આત્મસ્વરૂપ.
Page #246
--------------------------------------------------------------------------
________________
૭૮૦
મુંબઈ, જેઠ સુદ ૮, ભોમ, ૧૯૫૩ જેને કોઈ પણ પ્રત્યે રાગદ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર, - પરમ ઉપકારી, આત્માર્થી, સરલતાદિ ગુણસંપન્ન શ્રી સેભાગ,
ભાઈ ત્રંબકને લખેલા એક કાગળ આજે મળે છે.
“ આત્મસિદ્ધિ” ગ્રંથના સ ક્ષેપનું – અર્થનું પુસ્તક તથા કેટલાંક ઉદેપશપત્રોની પ્રત અત્રે હતી જે આજે ટપાલમાં મોકલ્યાં છે. બંનેમાં મુમુક્ષ જીવોને વિચારવા યોગ્ય ઘણા પ્રશ્નો છે. in પરમાગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શકયા નથી, તે દેહમાં એક વિશેષનું (વિશેષપાણ) રહ્યું છે તે એ કે, તેના સંબંધ વતે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહેપણું કરી લઈ અખાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત (છૂટા) થવું કે જેથી ફરી ફરી જન્મમરણના ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગાપણું, નિર્મોહપણુ', યથાર્થ સમરસ પણું રહે તેટલું મેક્ષ પદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષોનો નિશ્ચય છે.
કંઈ પણ મન, વચન, કાયાના રોગથી અપરાધ થયો હાયજાણતાં અથવા અજાણતાં–તો તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્રભાવથી ખમાવું છું. - આ દેહે કરવાગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણના મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતી.
શ્રી રાયચંદના નમસ્કાર પ્રાપ્ત થાય,
Page #247
--------------------------------------------------------------------------
________________
સ. ૧૯૫૩ના જેઠ સુદ ૧૦ વાર ગુરુ
પરમપૂજ્ય તરણતારણ પરમાત્મા દેવ પરમ પુરુષ કૃપાળુનાથ શ્રી રાજ્યચંદ્રભાઈની પવિત્ર સેવામાં. શ્રી મુંબઈ.
જોગ શ્રી સાયલેથી લિ. આજ્ઞાંકિત સેવક સેાભાગ લલુભાઈના પાયલાગણુાં વાંચશે. આપના કાગળ ગઈ કાલે આવ્યા તે પહેાંચ્યા છે. વાંચી અતિ અતિ આનંદ થયા છે. વળી હે કૃપાળુનાથ ! એજ રીતે દિન ૪ ને આંતરે કૃપા કરી કાગળ લખશેા, જે વાંચી અતિ અતિ આનંદ થાય. ખીજુ આપ સાહેબે કૃપા કરી કાગળાની નકલ તથા · આત્મસિદ્ધિ ’ ગ્રંથના સક્ષેપમાં કરેલા અર્થનું પુસ્તક એક મેાકલ્યું છે તે આજે ટપાલમાં આવ્યું ને પહોંચ્યું છે તે આવતી કાલે વાંચીશ તે જાણશે. બીજું મારા શરીરને હજુ તાવ આવે છે. ગઈ કાલે જરા ઠીક હતું. આજે અશક્તિ વિશેષ છે. અનાજ થાડુ' ખવાય છે. અને તે ખરું. તેા લખવાને અરજ કે, હે પરમ પુરુષ કૃપાનાથ, દયાભાવ રાખેા છે તેવા રાખશે અને ફુરસદની વખતે કાગળ લખવા કૃપા કરશે. આપના કાગળ આવ્યા તે ગેાસળીઆને વંચાવ્યેા નથી. વળી ઉપર લખ્યુ પુસ્તક આજે આવ્યું તે પણ વંચાવશુ નહી. આપની આજ્ઞા નહિ હોય તેા ખીજાને પણ વચાવશું નહી. માટે મહેરખાની કરી ઉપદેશપત્ર લખી સેવકના ખખર લેશેા. એ જ કૃપાભાવ રાખેા છે તેવા રાખશે.
લિ. રુ મણુિનું પગેલાગણુ' વાંચશે. ત્રંબકલાલ તથા ચક્ષુષા તથા લેરાભાઈ તથા મગન વગેરે સરવેનાં પાયેલાગણ વાંચશેાજી. એ જ વિનંતિ.
કેશવલાલ ગઈ પરમ દિવસે આવ્યેા છે. લાલચ આજે રાત્રે કાંપમાં આવ્યા હશે. ઘણું કરી પરમ દિવસ અત્રે આવશે એ જ જણાવવા લખ્યું છે. અમારે ભાણેજ ઠાકરશી દિન ત્રણ થયા લીમડીથી આવ્યેા છે. તેણે આપ સાહેખને પુનઃ પુનઃ નમસ્કાર કહ્યા છે. લિ. સેવક ત્રંબકનાં પાયેલાગણાં વાંચશેા. લાલચ'દ આજ સવારમાં આવ્યે છે.
*
Page #248
--------------------------------------------------------------------------
________________
સં. ૧૯૫૩ જેઠ સુદ ૧૨
શા, અંબાલાલ લાલચંદ ઠે. જીરાસની પળે, ખંભાત.
સવે શુભેપમા જોગ ભાઈશ્રી અંબાલાલ લાલચંદ
જોગ શ્રી ખંભાત
શ્રી સાયલેથી લિ. ભાગ લલુભાઈના પ્રણામ વાંચશે. આપનું પતું આવ્યું તે પહોંચ્યું. મારું શરીર નરમ રહે છે તે ઉપરથી તમારે અત્રે આવવા નગીનદાસ સાથે સાહેબજીએ કહેવરાવેલ તેથી તમે અત્રે આવવા વિચાર કરેલ, પછવાડેથી તાર આવતાં આપ આળસ્યા. તો હવે લખવાનું કે મારુ શરીર દિન ૧૦ થયા વિશેષ નરમ રહે છે, તેમ દિન બે થયા સાવ થોડું અનાજ ખવાય છે. અશક્તિ ઘણી આવી ગઈ છે. દિન દિન શક્તિ વિશેષ ઘટતી જાય છે. હવે આ દેહ લાંબા વખત ચાલે તેમ સંભવ નથી. તે હવે લખવાનું કે, સાહેબજીની આજ્ઞા હોય અને આપને અને આવતાં કંઈ હરકત ન હોય તે જરૂર પાંચ દહાડા આવવાને વિચાર કરશે. એ જ કામકાજ લખશોજી.
e દ. મણિલાલના પ્રણામ વાંચશોજી
Page #249
--------------------------------------------------------------------------
________________
સંવત ૧૯૫૩ જેઠ સુદ ૧૪
અહે। અહે। શ્રી સદ્ગુરુ, કરુણાસિઁધુ અપાર આ પાનર પર પ્રભુ કર્યા, અહા અહેા ઉપકાર શું પ્રભુ ચરણુ કને ધરું, આત્માથી સૌ હીન તે તે। પ્રભુએ આપીયેા, વરતું ચરણાધીન.
પરમપુરુષ ને તરણતારણુ પરમાત્મા દેવ કૃપાનાથ એધસ્વરૂપ દેવાધિદેવ મહાપ્રભુજી સહજાત્મસ્વરૂપ સ્વામીની સેવામાં
મુ. મુંબઈ ખદર શ્રી સાયલેથી લિ. આપના આજ્ઞાંકિત સેવક પામર સેાભાગ લલ્લુભાઈના નમસ્કાર વાંચશે.
આ કાગળ છેલ્લા લખી જણાવું છું. જેઠ સુદ નામ ને બુધવારે મૃત્યુ છે એવા આગળ ભાસ થયેલ તે સુદ નામે તેા બન્યું નહી. પણ મનમાં કઈ રીતે આભાસ ખાટા પડે એવું નહીં છતાં તે તારીખ ગઈ. તેા જેઠ વદ નેામને બુધવારે છે ઘણું કરી તે તારીખે મૃત્યુ થશે એમ ખાતરી છે. હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપાદૃષ્ટિ રાખશે. અને આ દેહ ને આત્મા જુદા છે. દેહ જડ છે, આત્મા ચેતન છે. તે ચેતનનેા ભાગ પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતા નહાતા પણ દિન આથી આપની કૃપાથી અનુભવગેાચરથી એય પ્રગટ જુદાં દેખાય છે અને રાતદિવસ આ ચેતન ને આ દેહ જુદાં છે એમ આપની કૃપાદૃષ્ટિથી સહેજ થઈ ગયું છે, તે આપને સહેજ જણાવવા લખ્યું છે.
ત્રંબક તથા મણિને આપ સાહેબ પધાર્યા અને સમાગમ થયા તે પણ આપની કૃપાદૃષ્ટિથી ઘેાડા દિવસમાં ભક્તિમાર્ગ અંગીકાર સારી રીતે કર્યા છે. વગર ભણ્યે વગર શાસ્ત્ર વાંચે થોડાક વખતમાં આપના માધથી અનેા વગેરેના ઘણા ખુલાસા થઈ ગયા છે. તે ખુલાસા ૨૫ વર્ષે થાય તેવા નહાતા તે ઘેાડા વખતમાં થઈ ગયા છે. ગેાસળીઆ વિશે જે કાંઈ આસ્થા હતી તે બિલકુલ
Page #250
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૯૧
નીકળી ગઈ છે. તો હવે વખતોવખત બોધ આપવાના પત્રો આપ આપની ઈચ્છા પ્રમાણે લખી અને માટી પાયરીએ ચડાવશે. એ જ વિનંતી.
આપનો મારાથી અવિનય અભક્તિ થઈ હોય તે ક્ષમા માગું છું. આપસાહેબ કૃપાળુ મેટા છે, તો જેવા આપ છો એવી સેવક ઉપર નજર રાખશો.
ખંભાતથી અંબાલાલભાઈને મોકલવા કૃપા કરશે. પાંચ દિવસને સમાગમ થાશે. વળી ‘ આત્મસિદ્ધિ’ ગ્રંથના અર્થ, ટીકા તથા કોઈ અર્થ નહીં સમજાતા હોય તો અંબાલાલભાઈ સમજાવશે. માટે જો આપની ઈચ્છા હોય તો મોકલાવશે એ જ અરજ. - સં'. ૧૯૫૩ના જેઠ સુદ ચૌદશ રવિવાર બાલક મણિ તથા બાલક ઝૂંબક તથા લેરાભાઈ તથા મગન તથા ચબુબા તથા કાળુભાઈની માતાજી તથા મણિની માં તથા લાલચંદ તથા કેશવલાલ તથા બાલક નગીન તથા ઉજમબા વગેરેના નમસ્કાર વાંચશોજી. એ જ લિ. લેરાના નિરંતર પ્રણામ હો. | વિ. લ. એ છે જે આ જીવ સમે સમે પર પરિણતીમાં મરી, ગયા હતા તો આપસાહેબના ઉપદેશથી કાંઈક એધાર થી છે વળી આપની કૃપા વડે કરી વિશેષતા એધાર થશે એમ ઇચ્છું છું, જે આપનું પત્ત પહોંચ્યું છે. વાંચી બીના જાણી છે. મુ. શ્રી સોભાગભાઈ કહે છે કે કાગળ વાંચી મશ્કરી કંઈ કરશો નહીં', ભાસ થવાથી આપને લખેલ છે.
દા. ત્રંબકનાં પગેલાગણુ વાંચશો.
Page #251
--------------------------------------------------------------------------
________________
સ. ૧૯૫૬, જેઠ વદ ૩, વારે ગુરુ અહો ! અહા ! શ્રી સદગુરુ કરુણાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહા અહો ઉપકાર; શું પ્રભુ ચરણ કને ધરું ? આત્માથી સૌ હીન, તે તે પ્રભુએ આપીએ વહુ" ચરણાધીન.
મહાપ્રભુજી પરમપુરુષ તરણતારણ કૃપાળું નાથ પરમાત્મા દેવ કૃપાનાથ બોધસ્વરૂપ દેવાધિદેવ મહાપ્રભુજી સહજાત્મ સ્વામીની સેવામાં.
મુ. મુંબઈ બંદર શ્રી સાયલેથી લિ. આપના આજ્ઞાંકિત સેવક પામરમાં પામર ભાગ લલ્લુભાઈના નમસ્કાર વાંચશે. આપના કૃપાપત્ર સેવકની સંભાળ લેવા આવ્યા તે પહોંચ્યો છે. આપ સાહેબે આમા વિષે લખ્યું તો આપની કૃપાથી ઘણું કરી મારા ધાર્યા પ્રમાણે તેમ જ વતે છે અને મારા આત્માને તેમ જ ભાસે છે. આપની કૃપાથી મોહ હવે કાંઈ નથી અને એક આપના જ આધાર છે. સહજાન્મસ્વરૂપ સ્વામીનું જ સ્મરણ દિનરાત રહ્યા કરે છે. હવે આપ સ્વીકારો તે ખરું. હું પામર અજાણું છું. કાંઈ જાણતો નથી પણ યાદ આવવાથી પરમાર્થ અર્થે લખું છું કે અંબાલાલ આપની શિષ્ય ઘણાં વરસના સમાગમવાળા છે, અનુભવવાળા છે. તે શિષ્ય પરખાવવા જેવું મારા ધાર્યા પ્રમાણે રહ્યું નથી. તો આપ સાહેબે તે શિષ્યને બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી હશે. નહિ તો આપને યોગ્ય લાગે તો કરાવશે અગર આપની આજ્ઞા હોય તો અંબાલાલ અત્રે આવવાના છે. અને આવ્યાથી મને સુવાણુ હોય તે હું બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવું. માટે આપની મરજી મુજબ લખશે. આટલું મેં પરમાર્થ અર્થે લખ્યું છે. તો આપને યોગ્ય ન લાગે તો માફ કરશે. હુ માફી માગું છું. બીજુ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’ના અર્થો નહિ સમજાય તેવા કેઈ હશે તે અંબાલાલભાઈ આવ્યાથી સુવાણ હશે તો સમજીશ. એ જ હે કૃપાનાથ, કૃપા છે તેવી રાખશે. આ સેવકને એક આપને જ આધાર છે, એ જ,
Page #252
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૯૩
wwww
લિ. છે.રુ મણિનું પાયેલાગણુ વાંચશે.
ભાઈ સેાભાગભાઈના શરીરે તાવ આવે છે. તેમને તેમ આવે છે. દિન એ થયા પેટમાં ગાંઠના દુખાવા થાય છે. તેમ દિન બે થયા બિલકુલ ખવાતું નથી. અને બે વખત બેચાર રૂપિયાભાર રાખ પીવાય છે. શક્તિ સાવ ઘટી ગઈ છે. ખાટલામાંથી નીચે ઊતરી શકતા નથી. એક માણસ બેઠા કરે ત્યારે થાય છે. અશક્તિને લીધે ઘણી વખત અતિશ્રમ લાગે છે, એ રીતે છે. આપને જણાવવા લખું છું.
ભાઈ મનસુખભાઈ ને માલૂમ થાય જે બહેન જીજીખા સાથે ધોતિયું ૧, છત્રી ૧ મેાકલી છે તે પહેાંચી હશે. એ જ ત્રંબક, લેરાભાઈ, મગન, ચમુખા વગેરે સર્વેના પુનઃ પુનઃ નમસ્કાર પરમકૃપાળુ સાહેબને પ્રાપ્ત થાય. એ જ
શ્રી ૧૩
✩
☆
Page #253
--------------------------------------------------------------------------
________________
૭૮૧
મુંબઈ, જેઠ વદ ૬, રવિ, સં. ૧૯૫૩ પરમપુરુષ દશાવણન “ કીચસૌ કનક જાકે, નીચ સૌ નરેસપદ, મીયસી મિતાઈ, ગુરુવાઈ જાકે ગારસી; જહરસી જોગ જાતિ કહરસી કરામાતિ, હહરસી હૌસ, પુગલછબિ છારસી, જાલસૌ જગખિલાસ, ભાલસૌ ભુવનવાસ. કાલસૌ કુટુંબકાજ, લોકલાજ લારસી; સીઠસૌ સુજસુ જાનૈ, બીઠસૌ બખત માને, ઐસી જાકી રીતિ તાહી, બંદત બનારસી.
જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચપદ સરખી જાણે છે, કેઈથી સ્નેહ કરવા તેને મરણ સમાન જાણે છે, મોટાઈને લી’પવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્ય અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હૉસને અનર્થ સમાન જાણે છે, પુદ્ગલની છબિ એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભેગવિલાસને મૂંઝવણરૂપ જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબનાં કાર્યોને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઈચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઈચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને વિષ્ટા સમાન જાણે છે એવી જેની રીત હોય તેને બનારસીદાસ વંદના કરે છે.
કેઈને અર્થે વિકલ્પ નહી' આણતાં અસંગપણું જ રાખશે. જેમ જેમ સપુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમજ્જાથી રંગાશે, તેમ તેમ તે તે જીવ આત્મકલ્યાણના સુગમપણે પામશે એમ નિઃસંદેહતા છે..
Page #254
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૯૫
ત્રંબક, મણિ વગેરે મુમુક્ષુને તો સત્સમાગમ વિષેની ચિ અંતરેછાથી કંઈક આ અવસરના સમાગમમાં થઈ એટલે એકદમ દશા વિશેષ ના થાય તો પણ આશ્ચર્ય નથી.
ખરા અંતઃકરણે વિશેષ સત્સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત થાય છે.
વ્યવહાર અથવા પરમાર્થ સંબધી કઈ પણ જીવ વિષેની વૃત્તિ હોય તે ઉપશાંત કરી કેવળ અસંગ ઉપયાગે અથવા પરમ પુરુષની ઉપર કહી છે તે દશાના અવલંબને આત્મશક્તિ (આત્મસ્થિતિ) કરવી એમ વિજ્ઞાપના છે, કેમકે બીજો કોઈ પણ વિક૯૫ રાખવા જેવું નથી. જે કોઈ ખરા અંતઃકરણથી સપુરુષનાં વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઈ સંશય નથી; અને શરીરનિર્વાહાદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા ચોગ્ય છે. એટલે તે વિષે પણ કંઈ વિક૯૫ રાખવા યોગ્ય નથી. જે વિક૯૫ તમે ઘણું કરીને શમાવ્યો છે, તો પણ નિશ્ચયના બળવાનપણાને અર્થે દર્શાવ્યું છે.
સર્વ જીવ પ્રત્યે, સર્વભાવ પ્રત્યે અખંડ એક રસ વીતરાગદશા રાખવી એ જ સવ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરોમરણરહિત અસંગ સ્વરૂપ છે, એમાં સવ જ્ઞાન સમાય છે; તેની પ્રતીતિમાં સવ સમ્યક દર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવ દશા રહે તે સમ્યક્રશ્ચરિત્ર ઉત્કૃષ્ટ અને વીતરાગદશા છે. જેના સંપૂર્ણ પણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે, એ કેવળ નિઃસંદેસ (સંદેહ), કેવળ નિઃસંદેહ છે. એ જ વિનંતી.
Page #255
--------------------------------------------------------------------------
________________
શ્રી સાયલા જેઠ વદી ૧૧, શુક્ર, સં. ૧૯૫૩ શ્રીમદ્દ પરમાત્મા શ્રી સદગુરૂદેવ પરમાત્માશ્રીને ત્રિકાળ નમસ્કાર. પરમકૃપાળુ, દેવાધિદેવ, શ્રીમદ્ સદ્દગુરૂ શ્રી સહજામસ્વરૂપ સ્વામીશ્રીની પવિત્ર શુભ સેવામાં.
હે પ્રભુ ! પ્રભુ ! બેહદ દિલગીર છું કે પરમ પૂજ્ય, પૂજવાયોગ્ય, પરમ સ્તુતિ કરવાગ્ય, મહાન શ્રી સૌભાગ્યભાઈ સાહેબે પરમ સમાધિભાવે શુદ્ધ આત્માના ઉપગપૂર્વક આ ક્ષણિક દેહનો ત્યાગ કર્યો છે. એ પવિત્ર પુરુષની દુઃખ વેદવાની સ્થિતિ, આત્માનુભાવે અને છેવટ સુધીના ઉપયોગનો એક જ કેમ એ જોઈને મને બહુ જ આનંદ થાય છે. વારંવાર તેમના ઉત્તમોત્તમ ગુણો અને મારા પ્રત્યેની કૃપા સ્મૃતિમાં આવ્યા કરે છે. જેઠ વદી ૧૦ ને ગુરુવારે સવારના સાત વાગતાંની સ્થિતિ મેં નિવેદન કરી છે. તે પછી ભાઈ મણિલાલે કહ્યું, “ આપ એક જ સહજાન્મસ્વરૂપ સ્વામીશ્રીના સમરણનું લક્ષ રાખજે.” ત્યારે પોતે કહ્યું, “મને એક જ લક્ષ છે. બીજુ લક્ષ નથી. પણ હવે તમે મને કાંઈ કહેશે નહિ. કારણ કે મારે તમે બોલો તેમાં અને મારે તેને જવાબ આપવામાં લક્ષ આપવું પડે છે તેથી મને ખેદ રહે છે. એવી પોતે વાત કરી જેથી એમની સમીપમાં કંઈ પણ કહેવું બંધ રાખ્યું. દશ વાગતાં માથાશ્વાસ થયા. પોતે છેવટના વખતની અત્યંત પીડા ભોગવવા માંડી તેથી દશ અને અડતાલીસ મિનિટે મારા મનમાં એમ થયું કે વધારે દુઃખની સ્થિતિમાં રખેને આત્મપગ ભૂલી ગયા હોય અથવા દુઃખના લક્ષમાં ચડી ગયા હોય તો સ્મરણ આપ્યું હોય તો ઠીક, એમ ધારી ધારસીભાઈની સલાહ લઈ મેં સહજાન્મસ્વરૂપ સ્વામી એવું એક, બે અને ત્રણ વાર નામ દીધું, એટલે પોતે બોલ્યા કે હા, મારું એ જ લક્ષ છે. મારે કેટલાક ઉપદેશ કરવાની ઇચ્છા છે. મને પણ તે વખત નથી. હું સમાધિભાવમાં છું. તું સમાધિભાવમાં રહેજે. હવે મને કાંઈ કહીશ નહિ કારણ કે મને ખેદ રહે છે. એટલાં વચનો પોતે બાલ્યા કે તરત સર્વદુઃખી પરિવારે ત્રિકરણગથી નમસ્કાર કર્યા કે તરત પોતે ડાબુ પડખું ફેરવ્યું ને ૧૦ અને ૫૦ મિનિટે પોતે દેહનો ત્યાગ કર્યો.
Page #256
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૯૭
અળ
તે વખતે ૧૦ અને ૪૮ મિનિટે પોતે ભાષણ કર્યું તે વખતે ગળફા ખાઈને તૂટક તૂટક શબ્દ. પણ અક્ષર ચેખે બોલાય. પણ જાણે ઇંદ્રિય સાવ મરી ગઈ હોય અને માંહીથી આત્મા જેમ બોલતો હોય તેવી રીતે પરાણે ઉપર કહ્યાં તે વચનો પરમકૃપાભાવે પિતાના મુખમાંથી બહાર કાઢયાં એવી અનંત દયા કરી છે.'
ચાર દિવસ ઉપર રવિવારના દિવસે ભાઈ ચુનીલાલે પૂછયું', આપે ભવનું કાંઈ નક્કી કર્યું ? ” ત્યારે પોતે કહ્યું, ‘‘હા સાહેબજીએ કહ્યું છે કે કેવળજ્ઞાન પ્રાપ્ત થયા વિના મોક્ષ હાય નહિ.
તેથી છેવટને સમયે અત્યારની સ્થિતિ જોતાં અને સાહેબજીની કૃપાથી એક બે મિનિટ જો કેવળજ્ઞાન પ્રાપ્ત થશે તો તો આ જ ભવે મેક્ષ થશે. નહિ તો એક ભવ કરીને તો મોક્ષ જરૂર થશે. ત્યારે મણિલાલે પૂછયું કે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તેની અમને ખબર કેમ પડે ? ત્યારે પોતે કહ્યું કે એક બે મિનિટ જે બની શકશે તો હું તે વખતે જે કહેવાનું હશે તે કહીશ. એવી રીતે વાત કરેલી તે આપની સેવામાં નિવેદન કરું છું. e દુ:ખની સ્થિતિમાં પોતે વખતે ઉપગ ભૂલી જાય એટલા સારુ વખતેવખતે સ્મરણ આપવાનું થતું તો પોતે કહે કે વારેવારે શું કહે છે ? આ જીવને તે બીજુ લક્ષ હાય ? એ જ મારું લક્ષ છે. વળી મૃત્યુના થોડા વખત પહેલાં ગોસળીઆએ બોલાવ્યા, તો પોતે કહ્યું કે હાલ બધા છાનામાના બેસી રહો. વખતેવખતે પિતે ઉરચાર કરે તો હે નાથ ! હે દયાળુ ! પરમાત્મા ! દેવાધિદેવ, સહજાન્મસ્વરૂપ સ્વામી એ જ વચનો કહેતા હતા અને તે જ વચનો જેમ પૂર્વના વિશેષ અભ્યાસયુક્ત કરી મૂક્યાં હોય તેવી રીતે સહેજે પણ મુખથી નીકળતાં હતાં. પોતે ઉપયોગમાં બરાબર વર્તતા હતા. અને વખતે કાંઈ બોલાવે તેથી ઉપયોગથી ચુકાવું પડે તેથી એમના મનમાં ખેદ થતો હશે એમ લાગ્યું હતું. પણ પછી કાંઈ પણ દેવાનું બંધ રાખ્યું હતું અને સમાધિભાવથી વેદવા કીધું હતું. કુટુંબાદિના ભક્તિભાવ ઘણા જ સારા હતા. સેવા કરવા બધાં સારી રીતે અનુરક્ત રહ્યાં હતાં અને મૃત્યુ સુધરે એવી રીતે બધાય આજ્ઞાનુસાર વર્તાતા હતા. તેમ પ્રેમ પણ ધર્મની લાગણીને સારો હતો. સૌભાગ્યભાઈના ઉપદેશથી લાગણી હાલ
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૯૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન ભAwwww
પણ કુટુંબ વગમાં વર્ધમાનપણે રહી છે. હે પ્રભુ! એ પરમ પવિત્ર પૂજ્ય સૌભાગ્યભાઈના સમાધિમરણની સ્થિતિ જોઈ હું આનંદ સાથે પરમ હર્ષિત થયો છું. કારણ કે આવું સમાધિમરણ મેં કેઈનું હજી જોયું નથી. પણ એક રીતે મારા હીનભાગ્યને ખેદ રહે છે કે આવા પરમ–પવિત્ર અમૂલ્ય રત્નનું લાંબુ જીવન થઈ ન શક્યું', જેથી આવો ખરો હીરા મેં ખાય છે અને એ પુરુષની મોટી ખોટ પડી છે. એ મારા ખેદના હું' વિસ્તાર કરવાને ચોગ્ય નથી. આપ સર્વે જાણો છો. આપ સર્વે દેખા છે જેથી મારાથી કઈ પણ અવિનય, અભક્તિ થઈ હોય તો વારંવાર નમસ્કાર કહી ખમાવું છું. મારા હીનભાગ્યથી ચાર દિવસ અગાઉથી આવવું થયું હોત તો મારા ઉપર પતે દયા કરી કેટલાક ખુલાસા અન્યાન્ય કરવાનું બની શકત. પણ મારા અંતરાયથી તે યુગ ન અન્યા. એ મને અત્યંત ખેદ બનવા જેવું થયું છે. જેથી હવે તે ખેદ થાય છે. પણ આટલો દર્શનનો લાભ મને થવાથી પરમાનંદ થયો છે એમ સમજુ છું.
અત્રેથી હું આજે શુક્રવારે ખંભાત જવા ઈચ્છતો હતો. પણ સૌભાગ્યભાઈના કુટુંબાદિન વિશેષ આગ્રહ હોવાથી આજે રોકાવાનું થયું છે. તો હું અત્રેથી શનિવારે મેલમાં નીકળી રવિવારે ખંભાત જવા ધારું છું'. અત્રે આપ કૃપાળુશ્રી તરફથી પ્રાપ્ત થયેલ ‘સિદ્ધિશાસ્ત્ર” તથા મારા હાથે ઉતારેલા ઉપદેશપત્રોના છૂટા પત્રો તથા જેઠ માસમાં અત્રે પ્રાપ્ત થયેલા ત્રણ પત્રો એ બધું હું સાથે ખંભાત લઈ જવા ધારું છું. ઉતાવળથી અશુદ્ધ ઉપયાગે પત્રમાં કઈ રીતે અવિનયાદિક કાંઈ પણ દોષ થયા હોય તો વારંવાર નમસ્કાર કરી ખમાવું છું. હાલ એ જ, કામસેવા ઇચ્છું છું'.
અ૯પમ્પ્સ દીનદાસ અંબાલાલના વિધિપૂર્વક પરમપ્રેમે નમસ્કાર સ્વીકારશે! ભાઈ મણિલાલ ‘સિદ્ધિશાસ્ત્ર” રાખવાની આજ્ઞા મેળવવા સારું મને આપવાની હાલ ના કહે છે. બીજા પત્રો હું ભેગો લેતો જઈશ.
Page #258
--------------------------------------------------------------------------
________________
७८२
મુંબઈ, જેઠ વદ ૧૨ શનિ, સં. ૧૯૫૩
આયશ્રી સાભાગે જેઠ વદ ૧૦ ગુરુવારે સવારે દશને પચાસ મિનિટે દેહ મૂકવાના સમાચાર વાંચી ઘણા ખેદ થયા છે. જેમજેમ તેમના અદ્ભુત ગુણા પ્રત્યે દૃષ્ટિ જાય છે, તેમતેમ અધિક અધિક ખેદ થાય છે.
જીવને દેહના સંબધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે અને તેમાં ઢ મેાહથી એકપણાની પેઠે વર્તે છે. જન્મમરણાદિ સંસારનુ` મુખ્ય બીજ એ જ છે. શ્રી સેાભાગે તેવા દેહને ત્યાગતાં મેાટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયાગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યુ· છે એમાં સ`શય નથી.
વડીલપણાથી તથા તેમના તમારા પ્રત્યે ઘણા ઉપકાર હોવાથી તેમ જ તેમના ગુણાના અદ્દભુતપણાથી તેમના વિયાગ તમને વધારે ખેદકારક થયા છે અને થવા ચેાગ્ય છે. તેમને તમારા પ્રત્યેના સ’સારી વડીલપણાને ખેદ વિસ્મરણ કરી, તેમણે તમારા સર્વે પ્રત્યે જે પરમ ઉપકાર કર્યાં હાય તથા તેમના ગુણાનુ... જે જે અદ્દભુતપણું તમને ભાસ્યુ.. હોય તેને વારંવાર સંભારી, તેવા પુરુષના વિયાગ થયા તેના અંતરમાં ખેદ રાખી તેમણે આરાધવા ચેાગ્ય જે જે વચને અને ગુણા કહ્યાં હોય તેનું સ્મરણ આણી તેના આત્માને પ્રેરવા, એમ તમેા સર્વ પ્રત્યે વિનતિ છે, સમાગમમાં આવેલ મુમુક્ષુઓને શ્રી સેાભાગનું સ્મરણુ સહેજે ઘણા વખત સુધી રહેવા ચેાગ્ય છે.
માહે કરીને જે સમયે ખેદ થાય તે સમયે પણ તેમના ગુણાનુ અદ્ભુતપણું સ્મરણમાં આણી માહથી થતા ખેદ શમાવીને ગુણાના અદ્ભુતપણાના વિરહ થયા તે પ્રકારમાં તે ખેદ પ્રવર્તાવવાના ચાગ્ય છે.
આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સેાભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૦૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
ધીરજથી એ સવે ખેદ શમાવવા અને તેમના અદભુત ગુણોને અને ઉપકારી વચનાનો આશ્રય લે ચોગ્ય છે. શ્રી સભાગ મુમુક્ષુએ વિમરણ કરવા ચોગ્ય નથી. ' સંસારનું સ્વરૂપ જેણે સ્પષ્ટ જાણ્યું છે તેને સંસારના પદાર્થની પ્રાપ્તિથી કે અપ્રાપ્તિથી હર્ષશોક થવા ચોગ્ય નથી, તોપણે એમ જણાય છે કે સત્પરુષના સમાગમની પ્રાપ્તિથી કઈ પણ હર્ષ અને તેમના વિચગથી કંઈ પણ ખેદ અમુક ગુણસ્થાનક સુધી તેમને થવા ચાગ્ય છે.
“આત્મસિદ્ધિ ” ગ્રંથ તમારી પાસે રાખશે. ત્રંબક અને મણિને વિચારવાની ઇચ્છા હોય તો વિચારશે. પણ તે પહેલાં કેટલાંક વચનો અને સાથે વિચારવાનું બનશે તો આત્મસિદ્ધિ બળવાન ઉપકાર થશે, એમ લાગે છે.
શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય મુમુક્ષુ પ્રત્યે ઉપકાર આદિ ગુણો વારંવાર વિચારવા ગ્ય છે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Page #260
--------------------------------------------------------------------------
________________
ખંભાત, જેઠ વદી ૧૩, સેામવાર, સંવત ૧૯૫૩
શ્રીમદ્ સદ્ગુરુ દેવ પરમાત્માશ્રીને ત્રિકાળ નમસ્કાર !
પરમકૃપાળુ દેવ, દેવાધિદેવ, શ્રીમદ શ્રી સહજામસ્વરૂપ સ્વામી શ્રી સદ્ગુરુદેવ પરમાત્મા પ્રભુની શુભ સેવામાં,
ગઈ કાલે રવિવારે સાંજના અત્રે મારું આવવુ થયું છે. રસ્તામાં આવતાં વીરમગામ સ્ટેશન ઉપર શ્રી સુખલાલભાઈના દર્શનને લાભ થયા હતા. અમદાવાદ એક રાત્રિ વીશીમાં રાકાયા હતા. ત્યાં શ્રી ગરીબહેન તથા પાતીખહેન પાસે ગયા હતા. પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ સાહેબના વિદેહ થયા પછી વારવાર તેમના પવિત્ર ઉત્તમેાત્તમ ગુણા મને સ્મૃતિમાં આવવાથી મારું હૃદય ભરાઈ આવ્યું છે. તે પવિત્ર પુરુષની દયા, ક્ષમા, અનુકંપા, દુઃખ વેદવાની સહનતા, અસગપણું, અને આત્માના શુદ્ધ ઉપયાગની તારતમ્યતા એ વારંવાર મને સ્મૃતિમાં આવ્યા કરે છે. એવા અમૂલ્ય રત્નને વિશેષ સમાગમ આ લેખકના હીનભાગ્યે કચાંથી અધિક કાળ હોઈ શકે? હવે બહુ જ પશ્ચાત્તાપ થાય છે. તેવા પરમ પૂજવા જોગ પુરુષની મારાથી કાંઈ પણ સેવાભક્તિ થઈ નથી. અરેરે ! પૂજ્ય શ્રી જૂઠાલાલ અને પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ જેવાં અમૂલ્ય રત્નાની મારા જેવા દુષ્ટ જીવાને વિશેષ સમાગમની પ્રાપ્તિ ન થઈ; ખરેખર, એવા પવિત્ર આત્માની મને બહુ જ ન્યૂનતા થઈ પડી છે. પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ જેવા પવિત્ર પુરુષનુ જે કુળમાં ઉત્પન્ન થવું થયું તે કુળમાં, ગામમાં અને તેવા પુરુષના સમાગમમાં આવતા સામાન્ય મનુષ્યાને પણ પરમાર્થપ્રાપ્તિ થવાની. તેવા પુરુષનું ઉત્કૃષ્ટ નિમિત્ત થયું છે. સહકુટુંબ વ, મૃત્યુના પ્રસંગે સમીપમાં હતું. પણ સર્વાંનાં ચિત્ત પરમ પ્રેમે સૌભાગ્યભાઈની ભક્તિમાં હતાં. છેવટના વખત સુધી એ પુરુષની સમાધિદશા જોઈ સહષ આનંદ વર્તાતા હતા. કેાઈના મનમાં ખેદ કે સ્વાર્થ સંબંધને લીધે મેહાદ્વિ પ્રકારથી રડવું કરવું કાંઈ હતું નહિ. આજ્ઞાનુસાર વવામાં વિશેષ જિજ્ઞાસા હતી. શિષ્ય જેવાં વચનેા ગુરુ પ્રત્યે ગુરુપણાની બુદ્ધિથી વાપરે તેવાં જ વચનેાથી
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૦૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
www.
દીનપણે પુત્રાદિ વર્તતા હતા. એવા એ પવિત્ર પુરુષની કુટુંબ પ્રત્યેની અનુકંપા અને દયા જેથી કુટુંબ વર્ગનો એ ભક્તિભાવ જોઈ મને એવા પુરુષની એક ખોટ પડી છે એમ વારંવાર સ્મૃતિમાં આવી ખેદ થયા કરે છે. તેમાં વળી પૂજ્યશ્રી સૌભાગ્યભાઈ સાહેબની મારા પ્રત્યેની જે દયા, અનુકંપા અને વળી મારા પ્રત્યેનું અસંગપણું એ મને બહુ જ યાદ આવે છે. મારા જવા પહેલાં જેવી મને મળવાની ઇચ્છા હતી, તેવી મારાથી પોતાની અનુકંપા તો તેવી જ હતી. પણ મારા પ્રત્યે અસંગપણું વિશેષ કરીને પિતાને થયું હતું. હું અ૯પજ્ઞ એવાં અમૂલ્ય રત્નોનું શું વર્ણન કરું ? પણ મને તે પુરુષની બહુ જ ખાટ થઈ પડી. એ હવે મને યાદ આવી મારુ હૃદય ભરાઈ જાય છે. શાકને અવકાશ નથી મનાતા. ભાઈ મણિલાલ પાસેથી ઉપદેશ પત્રો ૫૦ના આશરે આગળના આવેલા હાથ આવવાથી અત્રે લેતો આવ્યો છું તથા આપ કૃપાળુશ્રી તરફથી હાલ પ્રાપ્ત થયેલ ઉપદેશપત્રો ૩—એ રીતે અત્રે લાવ્યો છું. ‘સિદ્ધિશાસ્ત્ર' ભાઈ મણિલાલે હાલ આપ્યું નથી. આપશ્રીની આજ્ઞા થયેથી મેકલાવીશ એમ કહ્યું છે.
હાલ એ જ........... છોરુ કામસેવા ફરમાવશેજી.
અલ્પજ્ઞ પામર અંબાલાલના
ભક્તિભાવે નમસ્કાર,
Page #262
--------------------------------------------------------------------------
________________
(૭૮૩
મુંબઈ, અષાડ સુદ ૪, રવિ, ૧૯૫૩.
શ્રી સોભાગને નમસ્કાર
શ્રી સાભાગની મુમુક્ષુદશા તથા જ્ઞાનીના માગ પ્રત્યેનો તેને અભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે.
સર્વ જીવ સુખને ઈચ્છે છે, પણ કોઈ વિરલા પુરુષ તે સુખનું યથાથ સ્વરૂપ જાણે છે.
જન્મ, મરણ આદિ અનંત દુઃખને આત્યંતિક (સર્વથા) ક્ષય થવાના ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી, તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઇચ્છા ઉત્પન્ન થયે જો સપુરુષના સમાગમને લાભ પામે છે તો તે ઉપાયને જાણી શકે છે અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે.
તેવી સાચી ઈચ્છા પણ ઘણું કરીને જીવને સપુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તેવા સમાગમ, તે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગોની પ્રતીતિ અને તેમ જ ચાલવાની પ્રવૃત્તિ જીવને દુર્લભ છે.
e મનુષ્યપણું, જ્ઞાનીનાં વચનનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી, અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી એ પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાન સ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં દર્શાવ્યું (ઉપદેશ્ય) છે.
પ્રત્યક્ષ સપુરુષના સમાગમ અને આશ્રયમાં વિચારતાં મુમુક્ષુઓને મેક્ષ સંબંધી બધાં સાધનો અલ્પ પ્રયાસે અને અલપકાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે; પણ તે સમાગમના વેગ પામવો દુર્લભ છે. તે જ સમાગમમાં યાગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વતે છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૦૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
સપુરુષનો વેગ પામ તો સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષમકાળમાં તો કવચિત જ તે ચોગ બને છે. વિરલા જ સપુરુષ વિચરે છે. તે સમાગમનો લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે મોક્ષમાર્ગની પ્રતીતિ કરી તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગ્ય છે.
તે સમાગમના ચોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી સન્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ તેમાંથી વૃત્તિને મેળી પાડવા જે જીવ ઇરછે છે તે જીવ માળી પાડી શકે છે અને સન્શાસ્ત્રના પરિચયને અર્થે ઘણા અવકાશ પ્રાપ્ત કરી શકે છે. | આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે, એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો ઓસર્યા છે, તે જીવને સપુરુષોનો સમાગમ અને સશાસ્ત્રનું શ્રવણ વિશેષ કરી હિતકારી થાય છે. આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વતતી હોય તે જીવમાં સપુરુષનાં વચનનું અથવા સશાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે.
આરંભ પરિગ્રહ પરથી વૃત્તિ મેળી પાડવાનું અને સશાસ્ત્રના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે. કેમ કે જીવન અનાદિ પ્રકૃતિભાવ તેથી જુદો છે; તોપણ જેણે તેમ કરવાનો નિશ્ચય કર્યો છે, તે તેમ કરી શકયા છે, માટે વિશેષ ઉત્સાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે.
સર્વ મુમુક્ષઓએ આ વાતનો નિશ્ચય અને નિત્ય નિયમ કર ઘટે છે. પ્રમાદ અને અનિયમિતપણું ટાળવું ઘટે છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
વૈશાખ વદ ૧૩, બુધ, સં. ૧૯૫૪ પૂ. ભાઈશ્રી પ ભાઈ રવજીભાઈ પચાણજી સાહેબજીને દેજે
| શ્રી વવાણિયા બંદર પરમ પૂજ્ય શ્રીમદ સાહેબજીને ત્રિકાળ નમસ્કાર !
શ્રી સાયલેથી લિ. અ૯પજ્ઞ બાળક નંબકના નમસ્કાર વાંચશો. આપના કૃપાપાત્ર હાલમાં નથી, તો આ બાળક ઉપર દયા લાવી લખવા કૃપા કરશે. મારાથી હાલમાં પત્ર લખાણ નથી તો માફ કરશોજી. પૂજ્ય શ્રી ડુંગરશીને ગયા શુક્રવારથી તાવ આવે છે તથા મરડો શરૂ થયા છે અને લેહી પાચ પડે છે. અનાજ બિલકુલ ખવાતું નથી. તેમાં આફરો ચડી આવે છે. તેનો વ્યાધિ વધારે વર્તાય છે. પણ શ્રદ્ધા ઘણી સારી છે. ફક્ત જ્ઞાનની વાતું કરે જાય છે. બીજું કંઈ જવાબ નહિ અને આપના ઉપર કાગળ લખે અને આમ પ્રશ્ન લખે તે બોલે જાય છે. શ્રદ્ધા સારી છે. અત્યારના વ્યાધિ દરદ જોતાં દેહ રહેવાનો સંભવ રહેતો નથી, એ જ.
Page #265
--------------------------------------------------------------------------
________________
૮૩૩
વવાણિયા, જ્યેષ્ઠ સુદ ૧, શનિ, સં. ૧૯૫૪ સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સવ કાળથી અને સર્વ ભાવથી જે સવ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર, ' જેને કાંઈ પ્રિય નથી, અપ્રિય નથી, જેને કેઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષશોક જન્મ-મૃત્યુ આદિ કંઠનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્યમાં ઊપજે છે. (ઉપજાવે છે.)
દેહ પ્રત્યે જે વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથા તથા દીઠે છે, મ્યાન પ્રત્યે તલવારને જે સંબંધ છે તે દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠા છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુવ્યો છે, તે તે મહાપુરુષોને જીવન અને મરણ બંને સમાન છે.
જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધચિતિ સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્યુ સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ છે. એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પરુષે પ્રકાશ્યા તેને અપાર ઉપકાર છે. | ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કેઈ કાળે તેમનો થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે કયારેય પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ આત્મભેદતા માને એ જ ભ્રાંતિ છે.
જેમ આકાશમાં વિશ્વને પ્રવેશ નથી, સર્વ–ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યદૃષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન સવ અન્ય પર્યાયથી રહિત જ આમાં દીઠો છે.
Page #266
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૨૦૭
જેની ઉત્પતિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માને નાશ કયાંથી હોય ?
અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પર દ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અકલેશ સમાધિને પામે છે.
પરમસુખસ્વરૂપ, પરમેસ્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સવકાળને માટે, પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે પુરુષને નમસકાર.
સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું', એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમેસ્કૃષ્ટ, અચિત્યસુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું', ત્યાં વિક્ષેપ શો ? વિકેપ શે ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ, પરમ શાંત ચૈતન્ય છું. હું નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપ ઉપયોગ કરુ છું', તમય થાઉં છું.
૩શાંતિઃ શાંતિઃ શાંતિ :
Page #267
--------------------------------------------------------------------------
________________
જેઠ સુદ ૪, વાર સેમ, સં. ૧૯૫૪
વવાણિયા બંદર શ્રીમદ્ સહાત્મવરૂપ સ્વામીને ત્રિકાળ નમસ્કાર ! શ્રી સાયલાથી લિ. અ૯પજ્ઞ બાળક ત્રંબકના નમસ્કાર વાંચશે.
આપનો પત્ર ગઈ પરમ દિવસે સાંજે આવ્યા. તે વાંચી રાત્રે શ્રી ડુંગરશી પાસે વંચાવવા ગયા હતા પણ શુદ્ધિ નહીં હોવાથી કાગળ નથુલાલને આપેલ. દશ બન્યા પછી શુદ્ધિ આવેલ ત્યારે વંચાવ્યા. વળી ગઈ કાલે દેશ આજે શુદ્ધિ આવી ત્યારે ફેર વંચાવ્યા છે. તે કહે છે સાહેબજીએ લખ્યું છે, તે જ પ્રમાણે અને તેવી વૃત્તિમાં છું. માટે બીજુ કંઈ નથી. હવેથી મને કઈ બેલાવશે નહિ. મારા ધ્યાનમાં ચૂક પડે છે. તેમ કહી સૂતા અને એલતા બંધ થયા. તાવ આવી શરીરમાં ઘૂજ થઈ ગઈ. કાલ રાતના ૯ વાગતાં શ્રી ડુંગરે સુખ સમાધિસહિત દેહનો ત્યાગ કરી અપૂર્વ હિત કર્યું છે તે આપને જણાવવા લખ્યું છે. એ જ !
લિ. ત્રંબક
૮૩૪
વવાણિયા, જ્યેષ્ઠ સુદ ૬, ગુરુ, સં. ૧૯૫૪ મહતું ગુણનિષ્ઠ રથવીર આર્ય શ્રી ડુંગર ચેષ્ઠ સુદી ૩ સોમવારની રાત્રીએ નવ વાગ્યે સમાધિસહિત દેહમુક્ત થયા.
મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થયા. (થાય.)
Page #268
--------------------------------------------------------------------------
________________
૯૧૩
ધર્મપુર, ચૈત્ર વદ ૪, બુધ, ૧૯૫૬,
પુત્ર સ’પ્રાપ્ત થયું'. અત્ર સમાધિ છે.
અકસ્માત શારીરિક અશાતાને ઉદય થયા છે અને શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવાનું હતુ, અને તેથી સતાષ પ્રાપ્ત થયા હતા.
સમસ્ત સ’સારી જીવા કવશાત્ શાતા-અશાતાએ ઉદય અનુભવ્યા છે ( અનુભવ્યા જ કરે છે), જેમાં મુખ્યપણે તે અશાતાના જ ઉદય અનુભવાય છે. ક્વચિત્ અથવા કાઈક દેહસચેાગમાં શાતાના ઉદય અધિક અનુભવાતા જણાય છે, પણ વસ્તુતઃ ત્યાં પણ અંતર-દાહ ખળ્યા જ કરતા હાય છે. પૂર્ણ જ્ઞાની પણ એ અશાતાનું વર્ણન કરી શકવા યાગ્ય વચનયાગ ધરાવતા નથી, તેવી અનંત અનંત અશાતા આ જીવે ભાગવી છે, અને જો હજુ તેનાં કારણાનેા નાશ કરવામાં ન આવે તે ભાગવવી પડે એ સુનિશ્ચિત છે, એમ જાણી વિચારવાન ઉત્તમ પુરુષાને અંતરદાહ શાતા અને બાહ્યાડંબર ખાદ્યાભ્યંતર સંક્લેશઅગ્નિરૂપે પ્રજવલિત એવી અશાતાના આત્યંતિક વિયેાગ કરવાના મા ગવેષવા તત્પર થયા, અને તે સન્માર્ગ ગવેષી, પ્રતીત કરી અને તેને યથાયાગ્યપણે આરાધી, અવ્યાબાધ સુખસ્વરૂપ એવા આત્માના સહેજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા.
શાતા-અશાતાને ઉપદેશ (ઉદય) કે અનુભવ પ્રાપ્ત થવાનાં મૂળ કારણાને ગવેષવા એવા તે મહત પુરુષાને એવી વિલક્ષણ સાનંદાશ્ચ ક વૃત્તિ ઉદ્દભવતી કે શાતા કરતાં અશાતાને ઉદય સંપ્રાપ્ત થતા અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતી.
કેટલાંક કારણ વિશેષને યાગે વ્યવહારદૃષ્ટિથી ગ્રહણ કરવા ચેાગ્ય ઔષધાદિ આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતાં, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપરામને જ સર્વોત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા.
ઉપયેાગ લક્ષણે સનાતન સ્કુરિત એવા આત્માને દેહથી, તૈજસ અને કાણુ શરીરથી પણ ભિન્ન અવલેાકવાની દૃષ્ટિ સાધ્ય
શ્રી ૧૪
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૧૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwww કરી, તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્માનિરંતર વેદક સ્વભાવવાળા હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા-અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી જે શુભાશુભ પરિણામધારાની પરિણતિ વડે તે શાતા-અશાતાનો સંબંધ કરે છે, તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ દેહાદિથી ભિન્ન અને સ્વરૂપમર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામધારા છે તેનો આત્યંતિક વિચાગ કરવાના સમાગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કમાગથી સકલક પરિણામ દર્શાવે છે તેથી ઉપરામ થઈ, જેમ ઉપરામતિ થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિત્વના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવાયોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે.
તે સન્માગને ગવેષતા, પ્રતીત કરવા ઇચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઇચ્છતા એવા આત્માથીજનને પરમ વીતરાગસ્વરૂપ દેવ, સ્વરૂપનેષ્ઠિક નિસ્પૃહ નિગ્રંથરૂપ ગુરુ, પરમદયાળુ (પરમદયા યુક્ત) ધર્મ વ્યવહાર અને પરમ શાંત રસ રહસ્ય વાક્યમય સશાસ્ત્ર, સમાગની સંપૂર્ણતા થતાં સુધી પરમભક્તિ વડે ઉપાસવા ચોગ્ય છે, જે આત્માના કલ્યાણનાં પરમકારણો છે.
અત્ર એક સ્મરણ સંપ્રાપ્ત થયેલી ગાથા લખી અહી આ પત્રમાં સંક્ષેપીએ છીએ.
भीसण नरयईए, तिरियगईए कुदेवमणुयगईए;
पत्तोसि तिव्व दु:खं, भावहि जिणभावणा जीव. ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્યગતિમાં હે જીવ ! તું તીવ્ર દુઃખને પામ્યા, માટે હવે તો જિનભાવના (જિન ભગવાન જે પરમશાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમ શાંત સ્વરૂપ ચિતવવાના) ભાવ ચિંતવ (કે જેથી તેવાં અનંત દુઃખાને આત્યંતિક વિગ થઈ પરમ અવ્યાબાધ સુખસંપત્તિ સં'પ્રાપ્ત થાય. ) શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Page #270
--------------------------------------------------------------------------
________________
૯૫૧
રાજકાટ, ફાગણ વદ ૩, શુક્ર, ૧૯૫૭.
ઘણી ત્વરાથી પ્રવાસ પૂરા કરવાના હતા. ત્યાં વચ્ચે સહરાનુ રણુ સપ્રાપ્ત થયું.
માથે ઘણા ખેાજો રહ્યો હતા તે આત્મવીયે કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યાં.
જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. એ જ અદ્ભુત આશ્ચય છે. અવ્યાબાધ સ્થિરતા છે.
પ્રકૃતિ ઉદયાનુસાર કાંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે.
ૐ શાંતિઃ
✡
૯૫૨
રાજાટ, ફ્રા. વદ ૧૩, સામ, ૧૯૫૭
શરીર સંબધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયા. જ્ઞાનીઓને સનાતન સન્માર્ગ જયવંત વર્તા!
૯૫૩
રાજકાટ, ચૈત્ર સુદ ૨, શુક્ર, ૧૯૫૭
અનંત શાંતમૂતિ એવા ચંદ્રપ્રભ સ્વામીને નમેા નમઃ વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેઢવામાં હશેાક શે?
ૐ શાંતિ:
✩
☆☆
Page #271
--------------------------------------------------------------------------
________________
ભક્તિ-પદો
૨૧૩
૨૧૪
૨૧૫
૧ પ્રભુ તારું નામ વિસારું નહીં ૨ રાજ પ્રભુ ધરે ધ્યાન ૩ જંગલમાં રાખી છે ઝુંપડી ૪ લાખ લાખ દીવડાની આરતી ૫ વાંસળી રે, ચાલો સુણવાને જઈ એ ૬ સહુ ચાલે વવાણિયા જઈ એ ૭ અમર દીવડે
૨૧૭
૨૧૮ ૨૧૯
Page #272
--------------------------------------------------------------------------
________________
૧
પ્રભુ તારું નામ વિસારું નહી
પ્રભુ તારું નામ વિસારું નહી. (૨) જગદીશ્વર પ્રભુ રાજ વિના હું અવર કોઈ અવધારું નહી.....
પ્રભુ તારું નામ વિસારું નહીં
તારા નામજપનથી થાયે પુલિકત આત્મારામ, શ્રદ્ધાન્વિત મન સ્મરણ કરુ તા થાયે પૂરણકામ, તારી કરુણા જ્યાત જલે
ત્યાં અંતરમાં અંધાર નહી.....
...પ્રભુ તારુ' નામ વિસારું' નહી'
છાયા
ક્ષમા અને સમતાથી સાહે, નહીં મમતા કે માયા દાવાનલમાં દાઝેલાંને મળતી શીતળ તારા નામ પ્રતાપે જગમાં કદીયે હિંમત હારું નહી....
...પ્રભુ તારું નામ વિસારુ' નહી'
ભવસાગરમાં ડૂબતાં ડૂબતાં કંઈક તર્યાં તુજ નામે પાપી એક પલકમાં થાતાં પુણ્યશાળી તુજ નામે પ્યારું. તારું' નામ તજીને ખીજુ કઈ લલકારું નહી.....
...પ્રભુ તારું નામ વિસારું નહી
4
Page #273
--------------------------------------------------------------------------
________________
२ રાજપ્રભુ ધરે ધ્યાન
ઘાર ભય'કર વનવગડામાં રાજપ્રભુ ધરે ધ્યાન. અહાહા ! ....રા. સિ'હસમા એ ક્રૂર જીવાની વૃત્તિ થઈ ગઈ શાંત, અહાહા !...રા.
સસ મુનિઓને ઈડર વનમાં સિદ્ધ શિલાની પાસ દિવ્ય સ'ગ્રહના મેધ કરીને આપ્યું આત્મ જ્ઞાન. અહાહા !...રા.
અમૃત ઝરતી વાણી તારી ક્ષણ ક્ષણ છે મનડું હરનારી, પળ પળ જાગે નિળકારી તારુ આત્મજ્ઞાન. અહાહા ! ...રા.
માહમયીની
માહનીમાં રહ્યો છતાં નિર્મોહી “ વનમાં જઈ એ વનમાં જઈ એ ’’ એવા જપ તું જાપ, અહાહેા ! ... રા.
લેાક સ’ગમાં તને ન ‘સાહ્યું’ ઈડરિયા ગઢમાં મન માહ્યું જૂઠ, પ્રપ ́ચી અત્યાચારા જોઈ હૃદય અકળાય, અહાહા! ...રા.
“દોષિત પર અનુક’પા આણા, ઉપકારા કરી શિવસુખ માણેા, પ્રાણી માત્રમાં તું જ રહ્યો છે,” આપે એવું જ્ઞાન, અહાહા ! ....રા.
“દુષ્ટ જનાને દંડ ન દેવા ક્ષમા કરી લઘુતાને સેવા દયા ધર્મ એ વીર તણા” તું એધે વારવાર, અહાહા ! ...... રા.
“નિજના અવગુણાને જોવા ગુણ તણા અભિલાષી બનવું’ મુક્ત થવાનું એ જ ખરેખર, કહ્યું પ્રથમ સેાપાન, અહાહા ! ....રા.
*
Page #274
--------------------------------------------------------------------------
________________
જંગલમાં રાખી છે ઝુંપડી (પૂ. અંબાલાલભાઈની, પરમકૃપાળુ પ્રત્યેની અનન્ય ભકિતને ભાદ્રક -આમાં સાદી સીધી-homespun-વાણીમાં પ્રગટ થયા છે. ) હાંરે મારા દીનદયાળ પ્રભુ આવજો હો રાજ,
જંગલમાં રાખી છે ઝુંપડી. હાંરે આણંદ નગર મોજાર હો રાજ.
સાખી જેગલમાં રાખી છે ઝુંપડી. ભક્તિ રસમાં ઝીલશું, કરશું અમીરસ પાન, હદયે હદય મિલાવશું ને કરશું ગોષ્ઠિ ઉદાર. હાંરે તુમ સંગે અસંગ બની ઘૂમશું હો રાજ,
to સા ખી જંગલમાં રાખી છે ઝુંપડી. કૃપાળુ દેવ આજ્ઞા કરે “જાવું નિવૃત્તિ માંય, એક રસો મોકલે, બીજાનું નહીં કામ.” હાંરે એમ વાંચી અંબાલાલ ચિંતવે હો રાજ.
સા ખી જંગલમાં રાખી છે ઝુંપડી. પત્નીને બોલાવીને સમજાવે તેણે વાર -રસોઈ સવાઈ શીખવા જાવું ભક્તિ કાજ, હાંરે મન મૂકીને જોવે વાટડી હો રાજ.
- સાખી જંગલમાં રાખી છે ઝૂંપડી. ખભે નાખ્યા કોથળા, આવ્યા સ્ટેશન પાસ કૃપાળુ દેવ પધારિયા પૂછે રસોયાની વાત હાંરે અંબાલાલ કહે, “સેવક તૈયાર છું” હો રાજ.
| સાખી જ ગલમાં રાખી છે ઝુંપડી. હર્ષાશ્રુ આવી ગયાં ભક્તવત્સલ ભગવાન જંગલમાં મંગલ કયુ આપ્યું આત્મિક ભાન, હાંરે પરા ભક્તિના ગુણ અમે ગાઈશું હો રાજ.
જંગલમાં રાખી છે ઝુંપડી.
Page #275
--------------------------------------------------------------------------
________________
૪
લાખ લાખ દીવડાની આરતી
લાખ લાખ દીવડાની આરતી ઉતારો, લાખ લાખ તારણુ બંધાય....આંગણિયે અવસર આનદનેા.
ગાએ ગાએ ગીત ગાજો ગવડાવો આત્મસિદ્ધિજીને પ્રેમે વધાવજો. હતિ હૈયાં સૌ થાય....આંગણિયે
કુમકુમ ચંદનથી કરા વધામણાં ‘આત્મસિદ્ધિજી’ આજ આવ્યા સાહામણા મુમુક્ષુ થાય રળિયાત....આંગણિયે
પહેલા વધાવે! મારે સૌભાગ્ય આંગણે, બીજો વધાવા સદ્ભાગ્ય લઘુરાજને, ધન્ય જીવન અની જાય....આંગણિયે
ત્રીજો વધાવા મારે સેાહે અંબાલાલને, ચેાથેા વધાવા એમ માંઘા માણેકના, અમૃત સાગરમાં ઝીલાય....આંગણિયે
ઝરણાં
સંભારણાં
જ્ઞાનગંગાના અમીરસ પૃથ્વીપે ઊતર્યા. રાજનાં શુભ મંગલ વરતાય....આંગણિયે
✩
✩
*
Page #276
--------------------------------------------------------------------------
________________
વાંસળી રે...ચાલો સુણવાને જઈએ વાંસળી રે મછુવાજીને તીરે વગાડી રાજચંદ્ર વીર રે....ચાલો સુણવાને જઈ એ. વાંસળી સુણીને જાગ્યા વહાલા સૌભાગ્યજી, જાગ્યા છે વીર અબાલાલ રે....ચાલ સુણવાને જઈ એ. જાગ્યા લઘુરાજ ને જાગ્યા શુકરાજજી, એણે જગાડયા કંઈક ભાગ્યવાન રે....ચાલો સુણવાને જઈ એ. ધન્ય ઉપકારી મારા વહાલા વીરાએ, સુણી તારી વાંસળીની વાણી રે....ચાલો સુણવાને જઈ એ. જેણે લીધા વીતરાગને જાણી રે....ચાલો સુણવા જઈ એ.
Page #277
--------------------------------------------------------------------------
________________
સહુ ચાલે વવાણિયા જઈએ સહુ ચાલો વવાણિયા જઈ એ;
રાજ ભેટી પાવન થઈ એ. પ્રભુનું દર્શન મળવું એ મોટું ભાગ્ય છે..... સહુ
ત્યાં રાજ પ્રભુ બિરાજે છે. •
સઉ જીવના હિતને કાજે કરુણાસિંધુ ભવદરિયે નાવ સમાન છે....સહુo
વ વાણિ યા બંદ ૨ માં હી છે .
વ સે ૨ જી પં ચા ણ ભાઈ દેવા માના નંદન એ કુળશણગાર છે....સહુ
નિજ નામને પ્રભુએ દીપાવ્યા ?
સાથે તાતનાં કુળ અજવાળ્યાં , મારા પ્રભુએ તાયુ મુમુક્ષુ વૃન્દને....સહુo
તવ ગામ પવિત્ર બનાવ્યું ૧
જા ત્રા નું ધા મ ઠ રા વ્યું પ્રભુના દર્શનથી દુઃખને અભાવ છે....સહુ
ભવિ જીવનું હિત વિચારી
આત્મસિદ્ધિજી સુંદર બનાવી વહાલા વિભુજી ઉપકારના ભંડાર છે....સહુ
અમ ભાગ્યે પ્રભુજી મળિયા
ન કી ભ વ ફેરા ટળ યા પ્રભુ પ્રતાપે વતે છે જયજયકાર રે...સહુo
સ્વપરનું હિત તે સાધ્યું
આ શ્રિ ત નું આ જ્ઞા ન કા ઢયું શરણું દઈને ઉતાર્યા ભવના થાક તે....સહુ
સ દા શુ ભા શિ ષ દેજે.
તમ શિશુની સંભાળ લેજો ઉરે ધરજો આ બાળની અરજને....સહુ
Page #278
--------------------------------------------------------------------------
________________
અમર દીવડો તીર્થ વવાણિયાને દીવો રે.....રાજપ્રભુ અલબેલે છે. તે તે ભારત ભૂમિને અજવાળ્યો રે......રાજપ્રભુ અલબેલો છે. -તારી કીર્તિ જગ આલાપે રે.....રાજ પ્રભુ અલબેલો છે. તને ભજતાં સબ સુખ વ્યાપે રે.......રાજપ્રભુ અલબેલો છે. ‘તારા ધ્યાને અનુભવ જાગે રે......રાજપ્રભુ અલબેલે છે.
અમ ભવનાં દુઃખ સૌ ભાગે રે......રાજપ્રભુ અલબેલો છે. મને મળે મમ સદ્દગુરુ સાચા રે........રાજપ્રભુ અલબેલે છે. તેણે મેહને માર્યો તમા રે......રાજપ્રભુ અલબેલો છે. તારું' અંગઅંગ આનંદ સાગર રે.......રાજપ્રભુ અલબેલે છે. તુ જ્ઞાન-સુધા સોદાગર રે..........રાજપ્રભુ અલબેલા છે. ક્રોધ કામ અરિને વશ કીધા રે.........રાજ પ્રભુ અલબેલો છે. સતધર્મ લહાવા લીધા રે...... રાજપ્રભુ અલબેલો છે. તારું હૈયું વિરાગનું' રસિયું રે......રાજપ્રભુ અલબેલો છે. એવું નામ અમારે મન વસિયું રે......રાજપ્રભુ અલબેલો છે.
Page #279
--------------------------------------------------------------------------
________________
‘મચ્છુકાંઠાન મહાજન ’
રચયિતા
મોરબીનિવાસી
શ્રી વલભજી ભાણજી મહેતા પરવર્યા પૃથ્વીવાસીઓ એકદા, અમૃત ચોઘડિયે સમુદ્ર-પૂજને, અને લાગ્યું પૂણ કલાએ પ્રકાશનું સર્વાગ સુંદર મંધુ રત્ન રાજચન્દ્ર. જમ્યા એક દેવ લગ્નની ધન્ય તિથિએ જૈન શાસનના પરમ પ્રકાશક, પંચમકાલના પ્રજ્ઞ, આચાર્ય વર હેમચંદ્ર; અને બીજા વવાણિયાના વૈશ્યવર મચ્છુકાંઠાની મંગલ મૂર્તિ મહાનુભાવદેવદૂત શો દેવબાઈનો આત્મજ. આત્મલક્ષી, અરિહંતને અનુચર, ગાહેશ્ય તપોવનનો તપસ્વી. વૈરાગ્યની મૂતિ, સિદ્ધાર્થના સહાદર, નવયુગ જૈનવિકમ શ્રીમદ્ રાજચંદ્ર. સોરઠની શ્રુતિ-સ્મૃતિઓમાંયે સોહંત, ગુજરાતની ગાથાઓમાંયે ગૌરવાન્વિત, ભારતની ભૂગોળની ભાગળમાંય ભગવંત, અને અવનીના ઇતિહાસમાં ઉજવેલ. હતા એ દેવ પ્રભાવી માનવ કૌસ્તુભ. હતા એ અદ્દભુતશક્તિના આવિર્ભાવ. સૃષ્ટિવાસી મરણુ-શક્તિનો સીમાડો. મનુકુલની મેધાનો મહાદેવ, પ્રાસાદિક કવિતાની પ્રગટમૃતિ', અને વીતરાગનો વીર વારસ,
Page #280
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૨૨૧
શુકદેવ સરીખડા, ને જન્મજોગી. મધુર મરકલડાંના મકરંદે મહેકતાં પુષ્પ સરીખડાં એનાં પ્રિય સુભાષિત નિઝરતાં શાંતિનાં અમૃતબિંદુડાં અને હૈયે હૈયે હેતલડાં જગાવતાં. દેહવિભૂતિ નહોતી એની અનન્ય કે નહોતા એને ભીષ્મબાહુબલ. નથી હોતી દેવ વિભૂતિના આત્માને
સ્થલતનુની સમૃદ્ધસ'પત્તિ. આજ કયાં નથી પ્રત્યક્ષ પ્રમાણ મહાત્મા ગાંધીના સુદામાં શરીરનુ ? હતો એ એકપાકી જન્મકવિ. કૂદ્યો બે વર્ષની જ અવધમાં સાતે અક્ષર માળાના મહાનદો. એનાં આઠ વર્ષના જ ઉઘાડમાં ઊઘડી કવિતાની કુદ-કળીએ અને ઊડી એના હૃદયસિધુમાંથી પચાસ શતકાની તરંગાવલિ. અને સર્યા એણે છત્રીસ કલાકમાં ત્રણ શતક લાકા સ્કૂલ ઘડિયાલના. ઊભે નહિ તે પંદર વર્ષના પગથારે ત્યાં આદર્યો એણે અષ્ટાવધાન. બીજે દિવસે તે સેળ સોપાને ઊભે. એમ જ કૂદ્યો તે ઉત્તરોત્તર વામન પ્રભુના ત્રણ જ પગલે જઈ ઊભો શતાવધાનના ગિરિશિખરે. અનિમિષ નેત્રે સૌ કોઈ એ જોયું. એ મહાપુરુષના અદભુત અવધાનથી. દિગમૂઢ થયાં દેશી-વિદેશીઓ, મોહિત થયા માંધાતા-કુશળ કાજીઓ, આશ્ચર્યચકિત થયાં સૌ કાનાં લોચન.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૨૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જનમભુવન
એ કાયની કીર્તિ—કસ્તુરી ભભકી મહાજનોની મંડળી કે મુંબઈના માળાઓમાં એના પરાક્રમની પ્રશસ્તિ પ્રગટ થઈ પ્રસિદ્ધ યાદપત્રોમાં; અને એની દિવ્ય શક્તિને વિજય ધ્વજ ઊડયો દિશામંડલમાં.
ધન્ય ! ધન્ય ! ” એવા ધુરંધર ધ્વનિ ઊઠયા સૌ કોઈનાં હૈયાંમાંથી, ‘હિન્દના હીરા ” “ સાક્ષાત્ સરસ્વતી’એવા યશસ્વી સમાન સુવર્ણચંદ્રકો પામ્યા તે સજજન મિત્રોની મંડળીઓમાંથી કે સાક્ષરોની શાણી સભાઓમાં.
તેજ વયે એણે રચી ‘મેક્ષમાળા ” ગૂંથી આત્મવિચારનાં મધુર પુષ્પોની, જાણે જૈન સંપ્રદાયની શ્રેણી. માંડવા એણે પ્રવૃત્તિના પાટલા ઝવેરી બજારમાં વીર સુકાની થયા એ વ્યાપાર નૌકાનો ત્યાં એણે દાખવ્યાં અનેરાં કૌશલ્ય, મોહ્યો નહિ તે મોહમયી મહાલયામાં, કે લપટો નહિ તે લક્ષ્મીની લીલાઓમાં. સંસારનાં સ્થૂલ સમૂહમાંથીયે સાંચરી સુર-સમૃદ્ધિ વિરાગની એ આત્મ-બંદરના વહાણવટીએ. ધર્મ એ જ એમનો અચલ ધ્રુવ. અને સદાય એની દૃષ્ટિ ઠેરતી અધ્યાત્મ જ્ઞાનની અડાલ દીવાદાંડીએ. હતા તે સંન્યાસી સંસારના સ્વાંગમાં હતો તે વિરક્ત વ્યવહારના વિકાસમાં અને હતો તે અહોનિશ આત્માર્થી.
Page #282
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : ૨૨૩
ભાગ્યે નહિ તે ભીરુ થઈ વનવાસમાં, ભડકી ભવ કે ભામિનીઓના ભયે. ઊભે તે કર્મચાગી સંસાર-સંગ્રામમાં માનવ મેદની કે માયાના મેદાનમાં. ડર્યો નહિ તે ષષ્ટિપુની સેનાથી, ઘાવ ખાતાંય તેણે નિષ્કામ વૃત્તિ દાખવી. હતી એ ધર્મવીરની વિહાર–ભૂમિ પૃથ્વીના પડદાની પેલે પાર. દેહસ્થ છતાંય તે દેહાતીતના સ્થૂલ સૂફમ જીવનની ખીણોમાંથી અખંડ વૈરાગ્યનાં વહેણ ફૂટતાં. હતો તે ઉત્કૃષ્ટ ત્યાગમૂર્તિ, હતા તે ઉદાર-ચરિત આદર્શ આયર, અને સમ્યક્દષ્ટિના એ સંત (શિરોમણિ ). હતો એ સંયમશીલ શ્રાવક પાર્શ્વનાથના પદ પંકજનો મધુકર અવિભક્ત જૈન ધર્મ–ભાવનાઓને ભક્ત જોયું એણે વીતરાગદશનને વિશ્વવ્યાપી જીવ્યા એ ધર્મ પ્રવર એના અમૃતપાનમાં, અને ફેંકયા એણે એ જ મંતવ્યના મંત્રો, વિચાર્યા એણે વેદ વેદાંગને. મંથન કીધા એણે સર્વદર્શન મહોદધિના અને સજી એણે ‘ આત્મસિદ્ધિ’ સૂત્રરત્નાવલિ. ઐહિક ઔષણાનો તે ઉદાસી, પારલૌકિક પ્રભુતાન તે પૂજક, પાશવી વૃત્તિઓથી તે પરાડે મુખ; સર્વ સંગ–પરિત્યાગનો તે ઉત્સુક, જીવનમુક્તિના તે સદા મુમુક્ષુ, . અને રાગદ્વેષ વેરીઓને તે વિજેતા, નિર્જીવ પદાર્થની નિરીક્ષણામાંથી કે શુષ્ક માયાવી વિષય ઊંડાણમાંથી
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૨૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwwwun⌁mm
wwwww
જન્માવતા તે આત્મપ્રિય ઉપશમતા, એ ધવીરની વૃત્તિ સ્વકીયા નિરંતર તલપતી, વાંછતી વૈરાગ્યવર અને તેમાં જ વિલસી-વિરામતી. વાસના-સુવાસ વિહાણે તે વિમુક્ત જીવ્યેા વ્યવહારમાં પ્રારબ્ધ-કર્મ ફિટાડવા આત્મહિત એ જ એનેા આદ, પરકલ્યાણ એ જ એની મહત્ત્વાકાંક્ષા, અને આત્માની સત્ય એળખ એ જ એની માનવલીલાનું લક્ષ્ય. આત્મચિંતન રાજમા ને તે પ્રવાસી વિહરતા ગુજરાતની કુંજનિકુંજોમાં, ધ્યાનસ્થ સમાધિસ્થ થતા એકાંતમાં, ભદ્રભાવનાના એ વિશ્વભૂખ્યા અને તત્ત્વજ્ઞાનના એ તીવ્રતમ તરસ્યા. સતત વાંચતા વિચારતા વિવિધ ધર્મ ગ્રંથા અને સાધતા સિદ્ધિ જઈ નિર્જન નિકેતને. વાડા વાડાઓના વિષમ વિગ્રહેા, મતમતાંતરાનાં મહામલ્લ યુદ્ધો, અને ગચ્છ ભેદનાની ભીષ્મ જાદવાસ્થલી. એના હૃદયકમળમાં થતી કાંકશી અવનતિ, કે શિથિલ થતા સંસારશાસનનાં ત્રતા, અને જો ભ્રષ્ટ થઈ જતી પૂર્વની ભાવના, તા પ્રગટાવે એના અંતરે ડ'ખવેદના. પૃથ્વી પર નવીન પથ પ્રગટાવવાને હતાં નહિ એના પ્રયાસ, પ્રવૃત્તિ કે પ્રેરણાયે, આચાર્ય રૂપે ઓળખાવવાને એને અણગમા હતા. હતા એના અંતરે અભિલાષાના આતશ
વિશ્વવ્યાપી વીતરાગ દન પ્રગટાવવા અને સનાતન જૈન ધર્મ ઉદ્ધારવા, એવા જ એના અમૃત આશયથી
Page #284
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૨૨૫
માંડયાં એણે જાગૃતિનાં ચેતનપગલાં આપ્યા એણે વિચારરત્નરાશિઓ અને ભાખ્યાં શિક્ષાનાં સુવર્ણ સૂત્રો આત્મના અનુપમ ખેતી આરોગતા વિહરતો ધર્મના માનસરોવરે તે નિમલ બુદ્ધિના રાજહંસ; માનસિક શક્તિઓનો તે મહેરામણ, કાવ્યકલાપને તે દેવાંશી કલાધર; વિરાગ વિતરતિના તે મહા વૈભવી; આત્મસમૃદ્ધિનો તે સમ્રાટ; સૌજન્યને તે સુભગ સહકાર ક્ષમાને તે શીતળ ચંદનમ; અને દયાન તે દિગંબર મેઘ. પીધાં વીર વિવેકાનંદે રામકૃષ્ણના જીવનના અમૃતને તેમ જ એ સાધુચરિત રાજચંદ્રનાં મોંઘા અમૃત પીધાં મહાત્મા ગાંધીએ. ઊગ્યો તે રાજચંદ્ર મચ્છુકાંઠાના સીમાડે અને આથમ્યા અકાળે તે આજના આરે. કહે છે યોગભ્રષ્ટોને કાજે નથી આલેખાઈ આયુષ્યની લાંબી અવધે. અનાદિ સત્ય ઉચ્ચારે કે ચિત્રગુપ્તના ચોપડે આમાથીને આયુષ્યની ઓછપ છે. એવું જ આલેખે અવનિના ઇતિહાસ, ઈશુ આથમ્યા એના ઉગમ કાળમાં; શંકરે તો બે વીશીયે નથી માણી; એટલી જ અવધ ભોગવી સ્વામી રામતીર્થ. તો પછી રાજચંદ્ર ક્યાં વધુ પ્રકાશ્યા ? નથી સ્થપાયાં જીવનસાફલ્ય,
કે નથી નિર્મામાં આત્માનાં નૂર, શ્રી. ૧૫
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૨૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
આયુષ્યની અવધે કે વર્ષોના વિસ્તારમાં. એમ તો કયાં નથી વડલાનો વયવિસ્તાર ? બે ઘડીનાં ચે ધર્મમય જીવન મંગલ છે. નિમિષનો યે નિર્મલ શ્વાસ ધન્ય છે. તોળાયા જીવનજય કર્તવ્યના કાટલે. હૃર થયું દુન્યવી દેગ દિશાઓમાંથી આજ શ્રીમદ્દનું માટીનું માળખું. ભસ્મ થયો એ રાજચંદ્રને સ્કૂલ દેહ પણ, વિરાજે છે એના વિપુલ વિચારોમાં અને એના ઉન્નતગામી આત્મા રાજે છે એના અનુચરોના હૃદયમદિરે. એ પંચમકાળના જૈન ફિલસૂફને નમે છે એના અનેક સ્તુતિ–પાઠકે. અને વદે છે એના આધ્યાત્મવિચારને પૂર્વ કે પશ્ચિમની મનુમંડલી. ઓ ! માનવકુલના મુગટમણિ ! આ ! વવાણિયાની વૈશ્યવ૨ વિભૂતિ ! ઓ ! મચ્છુકાંઠાના મોંઘા કૌસ્તુભ ! અને જ્ઞાનવિરાગના અમૃતનાથશા, ઓ ! તત્ત્વજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્ર ! દીપાવ્યાં તે દેવલ ખાનાં હેતલ દૂધ ઉજાળ્યાં તેં તારાં ઈકોતેર કુળ અને કીધી જગતમાં જ્યાતિવંત તારી જનની અને જન્મભૂમિને. પ્રણામ છે તારા પુણ્યપ્રભાવી આત્માને, અને વંદન છે તને મહાવીરને.
Page #286
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનીને મહિમા અહો, પરમ ઉપકાર ! શ્રી સદગુરુ જ્ઞાનીને, અહો, પરમ ઉપકાર !! યુગયુગના માયા – મેલનો સમીપે સર્વ નિખાર,
અહો, શ્રી સદગુરુને ઉપકાર! અહીં-તહીં, આ-તે વિટંબણામાં, લખ–ચોર્યાસી ફરિચા, શાસ્ત્ર-પઠન કે કે કરી ક્રિયા, આત્મ-અર્થ આવરિયા;
એ શરણે સૌ અણસાર,
અહો, શ્રી સદ્ગુરુનો ઉપકાર ! અધમ, અયોગી, અજ્ઞાની ને અતિ પ્રતિબદ્ધ, પ્રમાદી, પુદગલ–પ્રેમી ખચિત અચિત શો, વિષયે વિષિત અનાદિ;
આ તિ ને ૨ ણ કા ૨,
અહો, શ્રી સશુરુનો ઉપકાર ! અનિત્ય દેહતણું અભિમાન ને ભરી અહંકાર હૃદયમાં, અસત્સંગી રંગી પ્રજન, શૂન્ય વિવેક વિનયમાં;
મિથ્યાત્વ માટે સંસાર,
અહો, શ્રી સદ્દગુરુનો ઉપકાર! સત્ય, દયા, સમતા, શીલ વિના, વિચર્યો મારગ રાગે, અરસપરસની રસમાયામાં, મૂઢ રહ્યો અનુરાગે;
ભવસાગર તરણી તાર,
અહો, શ્રી સદગુરુનો ઉપકાર ! કર્મ અનંતા પ્રગટ હિમાલય, મેરુ-અચલ વિભાવી, ક્ષણ-ક્ષણ કરતાં વહ્યાં યુગાન્તર, નિષ્પરિણામી ધ્યાવી,
આંતમુહૂર્ત ભવનો પાર, અહા, શ્રી સદ્દગુરુનો ઉપકાર !
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૨૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwww
શશત્ શાસ્ત્રતા નિદિધ્યાસનું અહા, અલૌકિક રૂપ! કોટિ કોટિ મતમતાંતરોની, (જ્યાં) પ્રશ્નોત્તરી બને ચૂપ!!
એ અદ્ભુત વાણી વિચાર,
અહ, શ્રી સદ્દગુરુનો ઉપકાર ! અનંત મંગલ ગુણ ધ્યાયેથી, અનેક મંગલ પામે; મનના તાપ ઉત્તાપ મટે ને દિલની દુગ્ધા વામે;
સાંનિધ્યે અભય અપાર,
અહો, શ્રી સદ્ગુરુનો ઉપકાર ! પતિત-પાવન, અધમ ઉધારક, ભવતારક વિજ્ઞાની, ભાવ-વિભાવે સુશાંત શમી સૌ, દેહ ટળે અભિમાની;
(ને) અનંત સુખ નિરધાર, અહો, શ્રી સશુરુનો ઉપકાર !
-જયન્ત કાપડિયા
Page #288
--------------------------------------------------------------------------
________________
પૂજ્યપાદ શ્રીમદ્ રાજચંદ્ર શતાબ્દી પ્રસંગે ભાવભીની અંજલિ
| શ્રી સ્થળ : વવાણિયા
દોહરા શ્રીમદ્દ કેરા સ્થાનમાં કૌતુક દીઠું' એક, દુઃખ ભુલાવે દિલનાં શાન્તિ પમાડે છેક. શ્રીમદ્ જન્મ વવાણિયા ગામ અનેરુ' ગણાય, તીર્થ સમ ભૂમિ બની, વિશ્વમહીં વખણાય. ભારત મહી' એક આતમાં નિજસ્વરૂપે લીન, ભૂત માત્ર ભગવાન દેખે પદનિર્વાહ હસ્તકીન. યુગાન્તરે જગ આવતા આત્મા કોઈ અદ્ભુત, કરતાં પાવન જગતને સ્વરૂપે થાતા તદ્રુપ, જગ પટાંગણ જીવ સૌ કરતા કર્મના ખેલ, વાસના ક્ષયે, જગક્ષય શ્રીમદ્ સિદ્ધાંત અર્પેલ. સદગુરુને સત્સંગ વીણ મળશે નહી' આતમજ્ઞાન, શ્રીમદ્દ સમજાવે શુદ્ધરૂપ જ્ઞાને થાયે નિજ ભાન. દેહાધ્યાસ છૂટે નહી મન માયામાં લપટાય, શ્રીમદ્દ વૈરાગ્ય વીણ જીવ પાછા પલટાય. સમ્યફ દષ્ટિ સમ્યક જીવન વિચાર સમ્યફ થાય, શ્રીમદ્ કથન કથી રહ્યા આત્મા સ્વાનુભવે સમજાય. બાહ્ય દષ્ટિ અંત૨ કરી વૃત્તિ સમાવી સ્વરૂપ, શ્રીમદ્ સુણાવે સાધને નિદિધ્યાસને નિજરૂપ. આત્મા તે પરમાત્મા શુદ્ધ સ્વરૂપ તું જાણુ, શ્રીમદ્ આત્મદર્શન કરી મહા સુખને માણું,
આચાય દલપતભાઈ વૈષ્ણવ
Page #289
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ કાવ્ય
ઢાળઃ લેકગીત જ્ઞાનની ગંગા વહાય શ્રીમના સ્થાનમાં અંતર ઊજળાં થાય શ્રીમના સ્થાનમાં –ધ્રુવ વિવેક વૈરાગ્ય તે આત્મવિચાર છે. સમ્યક દૃષ્ટિ થાય............શ્રીમના સ્થાનમાં. કલ્યાણનો માગને સત્સંગ થાય છે આત્મતત્ત્વ પરખાય........શ્રીમના સ્થાનમાં. શ્રીમદ્દ જીવન દિવ્ય જીવન છે જીવનનાં મૂલ્ય સમજાય ......શ્રીમના સ્થાનમાં. પરમ તત્ત્વ એક વિલસી રહ્યું છે જ્ઞાન તિએ દેખાય........શ્રીમના સ્થાનમાં. તપ, દાન, શાચને શુભ વિચાર છે આમા એક દેવ જણાય........શ્રીમના સ્થાનમાં. શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ અવતાર છે મુદિત” મન લોભાય........શ્રીમના સ્થાનમાં.
વવાણિયા તા. ૨૦-૧૦-'૬૭ |
આચાય દલપતભાઈ વૈષ્ણવ "
Page #290
--------------------------------------------------------------------------
________________
અંતિમ પ્રશસ્તિ धन्यास्त एव भूवनाधिप ये त्रिसंध्यमाराधयन्ति विधिवद् विधृतान्यकृत्याः । भक्त्योल्लसत पुलकपक्ष्मल देहदेशाः
पादद्वयं तव विभो भुवि जन्मभाजः ।। ભાવાર્થ : - “હે વિભો ! હે ત્રણ ભુવનના સ્વામિ ! ભક્તિ વડે વિકસિત થયેલાં રોમાંચથી જેનાં શરીર શોભી રહ્યાં છે, જેઓએ અન્ય સવ કાર્યો તજીને એક તમારે વિષે જ મન લીન કર્યું છે અને જેઓ વિધિપૂર્વક ત્રિકાળ તમારા ચરણનું પૂજન, સ્તવન, કીર્તન કરે છે તે જ મનુષ્યો, ખરેખર, આ પૃથ્વી ઉપર ધન્ય છે.”
–શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર.
અનેક જન્મોની આરાધના અને તપોબળ હોય ત્યારે જ જીવને પરમાર્થ સંસ્કારને વારસે બાલ્યવયથી મળે છે. એવા કઈ તપોબળે પૂ. બહેનશ્રીને મહતું પુણ્યોગ સાંપડયો: પરમાત્મસ્વરૂપ પુરુષ પિતા તરીકે મળ્યા અને તેઓશ્રીને એ ઓળખી શકયાં. તેમનામાં ભગવાનપણાની પ્રતીતિ થવી અને તે પ્રેમભક્તિભાવ નિરંતર ટકી રહે એ ખરેખર પુણ્યાગ છે.
જે સાક્ષાત વિદેહી જીવનમુક્ત દશાએ વિચરે છે તે પરમપુરુષની કૃતિ એવી કોઈ વિલક્ષણ અને અસામાન્ય હોય છે કે સામાન્ય મનુષ્યને—બાહ્યદૃષ્ટિ જીવને-તે સમજાતી નથી. બહારથી સામાન્ય આકારમાં જણાતી તેમની ચર્યા હોવા છતાં તેના ગર્ભમાં (મૂળમાં) પરમાર્થ રહેલો હોય છે. અને તે પરિણામે કલ્યાણમય જ નીવડે છે. એવું જ કૃપાળુ દેવશ્રીના સંબંધમાં બન્યું છે.
પાછળ જણાવ્યા મુજબ ધરમપુરથી નીકળતાં પરમકૃપાળુ દેવે ભગવાનલાલભાઈના હાથમાં રૂપિયા મૂક્યો હતો.
રહેલે હોરી ચયા હોવાના બહા
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૩૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
એ જાણે ઉત્તમ શુભ ઘડીએ પ્રભુને હાથે પારમાર્થિક કાર્યનું બીજારોપણ થયું ! અને તેનું ફળ તે “શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન.”
આ પરિણામ જતાં આપણને પણ પ્રતીતિ થાય છે કે જ્ઞાનીના જ્ઞાનમાં પહેલેથી જ અચૂક તે મુજબ ભાસ્યું હોવું જોઈએ. પૂ. બહેનશ્રી અને પૂ. મેટાંબાના નામથી “બુદ્ધિપ્રકાશ' માસિકમાં આજીવન સભ્ય તરીકે લવાજમ ભરાવવાનું થયું. અને જ્યારે શ્રી રણછોડભાઈના કુટુંબમાં ભગવાનલાલભાઈ સાથે પૂ. બહેનશ્રીના સગપણની વાત થઈ ત્યારે પૂ. માતુશ્રી દેવમાએ કહ્યું, “ભાઈ (પરમકૃપાળુ દેવ) આમ જ કહેતા હતા.”
અને તેનું પરિણામ આપણે જોઈએ છીએ કે કુટુંબમાં વિશેષ આયુષ્યબળ પૂ. બહેનશ્રીનું', શ્રી ભગવાનલાલભાઈનું અને પૂ. મોટાંબાનું હોઈ તેમને હાથે શ્રીમદ્ રાજચંદ્ર દેવની જન્મભૂમિ વવાણિયામાં ‘શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન’ નામે ભવ્ય મંદિર બંધાઈ પવિત્ર તીર્થરૂપે અસ્તિત્વ ધરાવે છે. આજે અનેક મુમુક્ષુઓ-યાત્રાળુઓ ત્યાં દર્શનાર્થે આવે છે. તેમની રહેવાની, સૂવા બેસવાની વગેરે બધી સગવડ પૂ. બા સાચવે છે. એટલું જ નહિ પણ તેમને નાસ્તો તથા ભોજન પતે પાસે બેસીને ભક્તિપૂર્વક જમાડે છે.
એવા પરમકૃષ્ટ લોકોત્તર પુરુષનો મહિમા જીવંત રહેવાના અને તેમની પ્રભાવનામાં વૃદ્ધિ થવાના સુયાગ કેવા પ્રકારે અને છે? કઈ અદ્દભુત અપૂવ વાત છે. આપણી અ૯૫બુદ્ધિથી એવી અદશ્ય ઘટનાને શું માપી શકીએ ? શું સમજી શકીએ ? માત્ર એટલું જ કહી શકીએ કે ભાવિ શ્રેય થવા યોગ્ય બીજ, ભલે અવ્યક્તપણે પણ ખરા જ્ઞાનીથી જરૂર રોપાય છે.
જ્ઞાની પુરુષ, તેમની અત્યંત કરુણા અને તેમના જ્ઞાનમહિમા એ સર્વ પ્રત્યે આપણને અપૂર્વ દૃષ્ટિ પ્રગટ થાઓ! અને તેમની અત્યંત ભક્તિની–અનન્યાશ્રય ભક્તિની અંતઃકરણપૂર્વકની જિજ્ઞાસા જ પ્રાપ્ત થાઓ !
Page #292
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૨૩૩
- “....તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે....” (શ્રી પરમકૃપાળુ દેવ)
પરમકૃપાળુ દેવ પૂ. શ્રી રણછોડલાલભાઈને ત્યાં પધાર્યા ત્યારથી એ પુનિત સંસ્કારનાં બીજ તે વવાઈ ચૂક્યાં હતાં. તે જ વારસો (એટલે કે પરમકૃપાળુશ્રીમાં–તેમના ભગવતપણામાં–પ્રેમ, તેમ જ તેઓશ્રી ઉપદિષ્ટ સદુધમમાં પૂર્ણ વિશ્વાસ ) શ્રી ભગવાનલાલભાઈમાં પ્રગટ થાય છે. તે આ ગ્રંથમાં તેમની શુદ્ધ વ્યાવહારિક નીતિ, રીતિ, તેમના ઉત્તમ વિચારો અને તેમના પરિચિત મિત્રવર્ગના તેમને માટેના અભિપ્રાયોથી આપણે જોઈ શકયા છીએ.
પૂ. બહેનશ્રી તો એ જ ભગવતરૂપ પિતાનાં પુત્રી. એટલે કુળસંસ્કાર તો ખરા જ. અને તેમાં પૃ. કાકા મનસુખભાઈ તરફથી તે શુદ્ધ પરમાથને પોષક કેળવણી પ્રાપ્ત થઈ અને સાથોસાથ વ્યાવહારિક કેળવણી પણ વિવાહિત થતાં સુધી મળતી રહી. વળી ત્યાર બાદ તે સંસ્કારોને ફાલ્યાફૂલ્યા રાખે તેવું અનુકૂળ સંસ્કારી શ્વશુરગૃહ તેમને પ્રાપ્ત થયું. આ શ્વસુરગૃહમાં પરમકૃપાળુશ્રીની ભક્તિનું બીજ તો રોપાઈ ચૂકયું હતું.'
આમ એક તરફથી પુણ્યશાળી આત્માનું પુણ્યબળ તપી રહ્યું હતું અને બીજી તરફ તેને સહાયક સુગ તૈયાર થતા જતા હતા. આ રીતે યોગાનુયોગ થતાં બંનેમાં—પૂ. બહેનશ્રી અને પૂ. શ્રી ભગવાનલાલભાઈમાં–સુસંસ્કારો સારી રીતે વિકાસને પ્રાપ્ત થયા. એ પ્રકારનું તેઓનું સહચારી પણ એક ઉત્તમ કોટિની, પરમાર્થને યોગ્ય પાત્રતા પ્રાપ્ત કરાવે છે. આપણને તેવી પ્રતીતિ કરાવે છે. એ તેઓનું સહચારીપણું', પરસ્પરની સહાનુભૂતિ, ઉચ્ચ અભિલાષાઓ અને ઉદારતાને પરિણામે આ શ્રી લોકોત્તર પુરુષની જન્મભૂમિ વવાણિયા એક મહાન તીર્થ ક્ષેત્રરૂપે ભારતમાં પ્રસિદ્ધિમાં આવે છે. એ તેઓનો ઉપકાર તેવા સંત-જિજ્ઞાસુ મુમુક્ષુઓ પ્રત્યે અમાપ છે.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૩૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જનમભુવન
અમર તો તેઓની યશકીર્તિ ! તેમના સત્ત્વગુણા સૌને આદરણીય અને અનુકરણીય થાઓ !
...પૂર્વકાળમાં જે જે જ્ઞાની પુરુષની પ્રસંગે વ્યતીત થયા છેતે કાળ ધન્ય છે, તે ક્ષેત્ર” અત્યંત ધન્ય છે, તે શ્રવણને, શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા જીવને ત્રિકાળ દંડવત્ છે.”
- (પ. કે. દેવ ૪૬૫ વ. )
શ્રી સપુરુષાનું યોગબળ, શ્રી પરમકૃપાળુ દેવનું યુગબળ, સૌનું કલ્યાણ કરો !
- ૩૦ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Page #294
--------------------------------------------------------------------------
________________
श्रीमतां जन्मकुन्डली जन्म सं. १९२४ कार्तिक शुद्ध १५ रवि.
દરી,
Kરી.૨.મે...
૨
P-4?
A
[ लेखक महोदयः श्री० गोविन्द जनार्दन बोरकर
उर्फ श्री गजानन स्वामी, दादर-मुंबई.] શ્રીમની જન્મકુંડલીના ચેગનું ગુજરાતી ભાષાંતર [ અનુવાદક:-શ્રીયુત લક્ષ્મીરામ શાસ્ત્રી, ભગવદ્ગીતા પાઠશાળા, ઘાટકોપર, ]
આ પુરુષની જન્મકુંડલીમાં “ચંદ્રચૂડ’ નામનો યોગ વતે છે. તે શ્લોકનો ભાવાર્થ : ‘જ્યારે નવમા સ્થાનને પતિ કેદ્રસ્થાનમાં હોય છે ત્યારે ચંદ્રચૂડ નામનો યોગ થાય છે.” તે આ પુરુષના સંબંધમાં નવમા સ્થાનનો પતિ ભૌમ, કેદ્ર અર્થાત્ ચતુર્થ સ્થાનમાં રહેલા છે. એથી આ પુરુષ અતિ ગુણવાન, મહાન પ્રભાવશાળી, દુખીઓનો પરિપષક, અતિ દાનશીલ (થશે) તથા એના સગપ્રભાવથી નિદ્ય માણસો પણ સમાગમાં પ્રીતિવાળા થશે. એમ એક ચંદ્રચૂડ નામનો યોગ થયો.
અને આ પુરુષની કુંડલીમાં ‘મયુર ” નામનો યોગ દેખાય છે. તે શ્લેક ૨ નો ભાવાર્થ : ‘જ્યારે વિત્તપતિ અર્થાત્ બીજા સ્થાનના પતિ કેદ્ર અથવા અગિયારમા સ્થાનમાં તથા સ્વસ્થાનમાં હોય ત્યારે મયૂર નામનો યોગ થાય છે.” તે આ પુરુષ વિષે દ્વિતીય સ્થાનનો પતિ બુધ, કેદ્ર-ચેથા-સ્થાનમાં રહ્યો છે. તેથી આ પુરુષ વાણી બોલવામાં ઘણો કુશળ તથા ધનવ્યય ઉત્સવમાં અને સમાગમાં ઘણું કરી શકશે. આ બીજે યોગ બહુ શ્રેષ્ઠ છે.
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૩૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
અને આ પુરુષની જન્મકુંડલીમાં “ શ્રીવત્સ” નામનો રોગ પણ દેખાય છે. તે શ્લોક ૩ નો ભાવાર્થ : “ જ્યારે ગગનાધિપતિ અર્થાત્ દશમા સ્થાનનો પતિ કેદ્રસ્થાને અથવા કોણસ્થાનમાં આવે છે ત્યારે “ શ્રીવત્સ ” નામનો રોગ થાય છે.” તે આમાં દશમા સ્થાનનો પતિ શુક, કેદ્રસ્થાન અર્થાત્ ચોથા સ્થાનમાં છે, તેથી આ પુરુષ સદાસવંદા લક્ષ્મીવાન તથા બધા સુખયુક્ત રહેવાને લાયક છે એમ આ ત્રીજો ચેાગ દેખાડે છે.
અને આ પુરુષની જન્મપત્રિકામાં ચે યોગ ‘પારિજાત ” નામનો પણ છે. તે શ્લોક ૪ નો ભાવાર્થ : ‘જ્યારે તૃતીયસ્થાનપતિ પહેલા, ચોથા, સાતમા અને દેશમાં સ્થાનમાં આવે છે ત્યારે આ પુરુષ ઘણો જ રાજસમાનિત થાય.” તે આ જનમકુંડલીમાં તૃતીય સ્થાનના પતિ ભૃગુ ચતુર્થ સ્થાને વસે છે, તેથી આ યોગ અત્યુત્તમ શોભે છે. એમ ચેથા યોગ થયો.
અને આ પુરુષની જન્મકુંડલીમાં “મુક્તાદામ’ નામનો યાગ પણ ઘણાં સુખવાળા દેખાય છે. તે શ્લેક પ નો ભાવાર્થ : ‘જ્યારે અબુપતિ ચતુર્થ સ્થાનનો સ્વામી કેન્દ્રસ્થાનમાં તથા લાભસ્થાનમાં, એકાદશમાં અથવા કણસ્થાનમાં આવે છે ત્યારે ‘મુક્તાદામ’ નામના ચોગ થાય છે'. તે આમાં ચતુર્થ સ્થાનને પતિ ભૌમ, કેદ્ર એટલે ચોથા સ્થાનમાં રહેલા છે તેથી આ પુરુષ અતિ લક્ષમીવાન અને અમૂલ્ય પદાર્થોનો ભોક્તા થાય. વધારે શું ? આધ્યાત્મિક વિષયોને પણ આ સુખેથી ભગવે. એમ પાંચમા ‘મુક્તાદામ’ ચાગ પણ શોભે છે. - અને આ પુરુષનો વળી ‘મૃગરાજ’ નામનો પણ યોગ છે. તે શ્લોક ૬ નો ભાવાર્થ : “સૂર્યપુત્ર શનિ અને ભૂમિપુત્ર મંગળ, આ ગ્રહો જ્યારે વૃશ્ચિક, મેષ, સિંહ અને કર્ક રાશિમાં આવે છે અથવા ધન અને મીન રાશિમાં આવે છે, ત્યારે “મૃગરાજ” નામના
ગ થાય છે.” એવી રીતે આ જન્મરાશિમાં શનિ અને ભૌમ, બે પાપગ્રહો કેન્દ્ર-ચોથા સ્થાનમાં રહેલા છે તેથી મૃગરાજ’ નામનો યોગ પણ દેખાય છે. આ રોગ પ્રાપ્ત થતાં મનુષ્ય અતિ સુખભાગી થાય છે. એમ છઠ્ઠો “મૃગરાજ' નામનો રોગ દેખાય છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચદ્ર જન્મભુવન : : ૨૩૭
wwwwwwwwm
એવી રીતે આ પુરુષનેા સાતમા ‘અમર’ નામને ચાગ અતિ સુખ કરનારા જણાય છે. તે શ્લાક ૭ ના ભાવાર્થ : કેન્દ્ર તથા કાણુ, નવ, પંચમયેાગ સ્થાનમાં ગુરુ આવતાં તથા ચેાથા સ્થાનમાં પાપગ્રહ હાતાં ‘અમર' નામના ચાગ થાય છે. આ ચૈાગ પ્રાપ્ત થતાં મનુષ્ય ચિરકાલ પર્યંત લક્ષ્મીથી યુક્ત રહે.' તે આ જન્મકુ ́ડલીમાં ગુરુ સાતમા સ્થાનમાં છે તથા પાપગ્રહો રવિ, શિન અને ભૌમ ચતુર્થ સ્થાનમાં દેખાય છે, તેથી અમર નામના પણ યાગ સુયેાગ જણાય છે. જે પ્રાપ્ત થતાં મનુષ્ય શ્રી પદ્મ ચિહ્ન વડે ભૂષિત થવાને શક હોય છે.
એવી રીતે આ જન્મ કુંડલીમાં ‘ફૂલ' નામનેા ચેાગ પણ પ્રકાશે છે. જેમ કે લગ્નાધિપતિ તેમ જ એકાદશ સ્થાનના પતિ અને દ્વિતીય સ્થાનના પતિ જ્યારે કેદ્ર અથવા કોણસ્થાનમાં આવે છે ત્યારે મનુષ્યાને અતિ સુખ આપે છે. તે આ જન્મકુંડલીમાં રિવે, ભૌમ અને બુધ ચેાથા સ્થાનમાં રહેલા છે તેથી આ પુરુષ નાની વયમાં જ અતિ સુખભાગી થવાને લાયક છે. આ આઠમેા ચાગ થયા. એવી રીતે બીજા પણ ઘણા યાગ દેખાય છે. આ ચાગા ચાચિંતામણિ ગ્રંથમાં સમ્યક્ પ્રકારે લખેલા છે.
વળી ભૃગુસંહિતામાં ભૃગુમુનિ તે। એમ કહે છે કે જ્યારે ચેાથા સ્થાનમાં રવિ, ભૌમ, બુધ, શુક્ર, શનિ, પાંચ ગ્રહેા સાથે મળેલા હાય અને મેાક્ષસ્થાનને પતિ ચંદ્ર ધર્મસ્થાનમાં હોય ત્યારે આ માણસ અતિ તેજસ્વી, પૂર્વ સ`ચિત પુણ્યાના ભાગી તથા ઉદાર દાતા અને ધમ્મપદેશક થાય. વળી જે સુખ સન્યાસીએને સમાધિસ્થ ચિત્તથી પ્રાપ્ત થાય છે તે સુખ આવા માણસાને ગૃહમાં રહ્યા છતાં સુખેથી પ્રાપ્ત થાય છે. કઈ પણ ખળથી કષ્ટ કરીને નહીં પરંતુ જે બીજાઓને ઘણા કબ્જે અથવા કરાડા જન્મે સંચિત પુણ્યવડે પ્રાપ્ત થાય તે ફલ આ માણસને ગૃહસ્થાશ્રમમાં રહીને પણ સહેજે ઝટ પ્રાપ્ત થાય છે.
*
✩
*
Page #297
--------------------------------------------------------------------------
________________
પરમ પૂજ્ય તત્વઅભીલાસી સદ્ગુરુ રાઈચંદભાઈ વી. રવજીભાઈ
200g) (વવાણિયાનિવાસી રાયચંદભાઈ રવજીભાઈને
કૃપાળુ દેવ પ્રત્યે લખેલા પત્ર) લિ. આપને સેવક રાઈચંદ મનજીના પ્રણામ વાંચજો.
જત ઈશ્વરની કીરપાથી સુખ વરતી છે. આપની સુખ વરતીના કાગલ આજ ને આવાં, તે વાંચીને જીવને આનંદ. ઉપજે છે, ને ગઈ કાલે ખાઈ ઝવલ ખુશીથી ઘેર આવી છે. ને આજ દને ખાઈ જીજીબાઈ ઘેર ખુશીથી આવા છે, ને આપના પીતાશ્રીજી શ્રી મોરબી છે તે દન ર થી ૩ માં ઘેર આવશે, ને માતુશ્રીજી ખુશી મઝામાં છે. તે તમારા કાગલ વંચાવવા ગએલ. તે કાગલ વાંચીને તમારી માતુશ્રીજીને જીવને આનંદ થયા છે ને તમારા કાગલ ન આવવાથી તમારી માતુશ્રીજી દલગીર થઈ ગયા, માટે હવે કોગલ અઠવાડીએ અઠવાડીએ મહેરબાની કરી લખવે. કાગલ આવેથી તમારી માતુશ્રીજીને જીવને સુખ થાય ને સદગુરુ રાઈચંદભાઈ, છમસરી પડીકમણ કરતી વખતે આપને ખમાવા છી ને તમે પણ ખમાવારસો ને સદગુરુ રાઈચંદભાઈ, આપના દરસન કરવાની ઈસા ઘણી જ છે, પણ કરમની અંતરાઈના જેગથી દરસનનો લાભ થાતો નથી. પણ સદગુરુ રાયચંદભાઈ, નજીકના પધારવાનું થાય તો કુરપા કરી ખબર લખશે. પણ આપે સાસ્તર વાંચવાનો પરીચય કરો તેવું લખું, પણ સદગુરુ રાઈચંદભાઈ, ચોપડી વાંચતાં અરથની ખૂબી ન આવતા ત્યાં સુધી જીવને ઠીક પડે નહી, પણ હમેશ સદગુરુના વચન સાંભળવામાં આવે તો જીવને બંધ ઘણે આવે. પણ જીવને અંતરાઈના જેગથી સદગુરુનાં વચન કીયાથી સાંભળવામાં આવે. પણ સદગુરુ રાઈચંદભાઈ, ગીતાનો બાધ હમેશ કાગલમાં લખતા રહેશે, ને જુના કરમના સી રીતે ખે થાય, ને નવા કરમનો ખે થાય તે બેધને વીસ્તાર કુરપા કરી આપના
Page #298
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૨૩૯
www
સેવકને લખસે એવી આસા છે....આપના સેવક ઉપર કુરપા કરો જેમ પુરવે સારી ગતી મળે તેમ કરસા ને આપને વસેામાં કેટલા દીવસનું રહેવાનુ છે ને વસેા થઈ કીએ ગામ પધારવાનું છે, તે વીગતવાર લખસેા ને આપનેા કાગલ આવેથી અમેા કાગલ લખસુ ને ચી. ભાઈ છગન ખુશી મજામાં છે. તેમને પગે સારી રીતે આરામ છે. તેની કસી ફીકર ચીંતા રાખસા નહી. ને ભાઈ અંબાલાલ લાલચંદભાઈ ને મારા પ્રણામ કેસે, ને ભાઈ અખાલાલભાઈના દરસન કરવાની ચાહીના છે, પણ આપણે ભેગા થીએલ નથી. ને મારા સરખુ કામકાજ લખશેા. એ જ ૪ઃ આપના સેવક રાઈચદ મનજીના પ્રણામ વાંચો, ભાઈ રાઈચંદભાઈ કાગલની આળસ રાખસા નહી. ચી. ભાઈ છગનની ફીકર ચીંતા રાખસા નહીં સ. ૧૯૫૫ના ભાદરવા સુદ ૧૪ ને મ’ગરવારની રાત્રે લખેા છે.
*
✩
* તે વખતની ભાષાના પરિચય થાય તેથી આ પત્રમાં મૂળની જોડણી રાખી છે; પણ હૃદયની ભાષામાં મૂળની જોડણી રાખવાથી ખરી વાસ્તવિકતા વ્યક્ત થશે એ મુખ્ય કારણ છે.—સ
Page #299
--------------------------------------------------------------------------
________________
= = = = = = = = = =
શુદ્ધિપત્રક પ્રણ લીટી અશુદ્ધ શુદ્ધ. | પૃષ્ઠ લીટી અશુદ્ધ શુદ્ધ
૪ ૧૧ ચર્ચા–ચેષ્ટા ચર્યા–ચેષ્ટા |_| ૮૪ ૧ પુણ્ય પુષ્પો ૧૩ ૧૨ સ-ઉલ્લાસથી સ-ઉલ્લાસ | ૮૪ ૮ નાશ થાય છે,” નાશ છે,' ૧૪ ૧૫ જેવી જેતી ૮૪ ર૯ વિવિધ ત્રિવિધ ૧૮ ૨૩ માતુશ્રી મોટા માતુશ્રી | ૮૬ ૩ સરસ સરળ e દેવમાને દેવમાને
૮૯ ૧૨ દયા નથી, ત્યા નથી, અને ૧૯ ૮ હેમંતભાઈ હેમચંદભાઈ
દયા નથી, ૨૦ ૧૭ ગ્રંથમાં જ ગ્રંથમાં
૯૮ ૧૩ વ્યતીત થશે વ્યતીત થયે
- ૧૫ જીવે જીવ ૨૩ ૬ તેમની સમીપ સમીપ
૧૬ સ્વરૂપમાં સ્વસ્વરૂપમાં ૩૧ ૧૭ ભક્તિ ભક્તિમાં
૧૦૫ ૨૨ નવકાર પદને નવકાર મહા પદને ૩૩ ૨ ન લઈ એ. લઈ એ.
૧૨૧ ૨૩ બાર ભાવનું બાર ભાવનાનું ૫૬ ૨૬ નિશ્ચય નિશ્વળ
૧૨૭ ૨૮ ૩૬ ૩૩ ૬૧ ૧૯ રહેતા. રહેતા.
૧૩૫ ૧૨ યથાતથ યથાતથ્ય ૬૫ ૩ વિચાર વિચાર-સંબંધી
૧૪૧ ૨૧ અર્ધ સંપન્ન અર્થ સંપન્ન ૬ ૬ ૯ આખુય આખુંય શાસ્ત્ર
૧૪૩ ૧૧ શુભ લાભ શુભ ભાવ e અણગાર
૧૪૪ ૬ શોધી શોધીને ૬૮ ૧૦ કુદેવમણુ કુદેવમાથુય
૭ વયે જા. વત્યે જા. ૧૯ કોષાયનો કષાયને
૯ જેને નિશદિન નિશદિન જેને ૭૦ ૧૪ આમ પુણ્ય આપ્ત પુરુષ
૧૧ કથન છે; કથન છે; અંત૧૭ બારસના તેરસના
રંગ સ્પૃહા નથી ૭૧ ૧૧ સાર્થ તા આવશ્યકતા
એવી જેની ગુપ્ત ૧૭૪ ૧૧ લખી નાખી. લખી.
આચરણા છે;
૧૨ થવાને થનાર ૧૩ આજ્ઞાવતાર આ જ્ઞાનાવતાર |
| ૧૫ અને તે જ તે જ ૭૭ ૨ મંડળ – મંડપ – |૧૪૬ ૧ હે મહાપાત્ર? અને મહાપાત્ર
ક
Page #300
--------------------------------------------------------------------------
_