Book Title: Shashwat Giri Mahima
Author(s): Rushabhdas Kavi, Narvahansuri
Publisher: Padarth Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/005638/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત ગિરિ હિમા રચિયતા શ્રી ઋષભદાસ કવિ સંકલનકાર૦ પરમપૂજ્ય આચાર્ય વિજય નરવાહનસૂરિ For Personal & Private Use Only 1 Page #2 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ દર્શન ગ્રંથમાળા પુસ્તક-પછ શાશ્વત ગિરિ મહિમા રચિયતા શ્રી રાષભદાસ કવિ સંકલનકાર કર્મ સાહિત્ય નિષ્ણાત સિધ્ધાંત મહોદધિ, સચ્ચારિત્ર ચૂડામણિ સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર, પરમશાસન પ્રભાવક, પરમતારક, સૂરિચક્ર ચક્રવર્તિ, સુવિશાળ ગચ્છાધિપતિ, પ્રચંડ પૂણ્ય અને પ્રૌઢ પ્રતિભાના સ્વામી, વ્યાખ્યાન વાચસ્પતિ, દિક્ષાના દાનવીર સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટ પ્રભાવક કર્મ સાહિત્યના જ્ઞાતા | પરમ પૂજય આચાર્ય વિજય નરવાહનસૂરિ મહારાજ. પ્રકાશક પદાર્થ દર્શન ટ્રસ્ટ ૧૧૮૮, લક્ષ્મીનારાયણની પોળ, રાજામહેતાની પોળમાં, કાળુપુર-અમદાવાદ-૩૮૦૦૦૧. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક-૫૭મું શાશ્વત ગિરિ મહિમા વીર સં-૨૫૩૧ સને-૨૦૦૫ સંવત-૨૦૬૧ ફાગણ સુદ-૧ કિમંત રૂા ૧૨.૦૦ સર્વહક્ક પ્રકાશકને સ્વાધિન ટાઇપ સેટીંગ દિવ્યેશ શાહ મુદ્રક નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ અમદાવાદ-૩૮૦૦૦૧ ટે.ન. -૫૫૦૮૬૩૧ આર્થિક સહયોગ સુશ્રાવિકા જ્યોતિબેને જીવનમાં સંવત. ૨૦૬૧ કારતક સુદ ૧૫ થી મહા સુદ ૯ સુધીમાં નવ્વાણું યાત્રા શાસ્ત્રવિધિ પ્રમાણે કરેલ એની અનુમોદનાર્થે. સુશ્રાવક ઉન્મેશભાઇ કાન્તિલાલ શાહ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ * * * 5 પ્રાપ્તિ સ્થાનો ભરતભાઇ બી.શાહ ૪૦૧/૪૦૨, સરિતા કોમ્પલેક્ષ, પ્રવિણ એપાર્ટમેન્ટની સામે, સેટ ઝેવીયર્સ કોલેજ રોડ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. ફોન નં-૨૬૫૬૩૪૩૧-૨૬૫૬૩૪૩૨-૨૮૫૬૩૪૩૩ નૌતમભાઇ આર. વકીલ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) ૧૧, ન્યૂ આશિષ ફલેટસ, શેફાલી સેન્ટરની સામે, એલીસબ્રીજ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન નં : ૨૬ ૫૭૫૮૬૩ મોબાઇલ નં. ૧૯૫૨૬, ૯૮૨ ૫૫ ૫૬૧૧૩. ઇ મેઇલ - nautam@nautam vakil.Com. વેબસાઇટ : www.nautam vakil.Com. અશ્વિનભાઇ એસ.શાહ C/o નગીનદાસ છગનલાલ કે. પાંચકુવા દરવાજા બહાર અમદાવાદ-૩૮૦૦૦૨. ફોન: ૨૨ ૧૪૪૧૨ ૧ ચંદ્રેશભાઇ રસીક્લાલ દોશી ૫/૧૨, દામુભાઇ કોલોની, જવાહરનગર, વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૦૭. ફોન: ૨૬૬૩૨૯૧૦ • હિંમતભાઇ બી. શાહ ૨. ચેતન સોસાયટી, અકોટા રોડ, વડોદરા-૩૯૦૦૧૦. ફોન: ૨ ૩૧૦૩૪૩, ૨૩૨૨૮૬૨ ડૉ હસમુખભાઇ આર. શાહ બી-૭, વિનીત, મજીઠીયાનગર, એસ.વી.રોડ, કાંદીવલી (વેસ્ટ), મુંબઈ - ૪૦૦૦૬૭. ફોન નં-૨૮૦૭૩૦૪૬, ૨૮૦૫ર ૩૭૫, ૨૮૬૨૨ ૪૬૭ પન્નાબેન ચંદ્રવંતભાઇ કાપડીયા / ચંદ્રકાંતભાઇ કાપડીયા ૩૦૧, બીલેધર ટાવર, મહાત્માગાંધી રોડ, પાંચ રસ્તા, મુલુંડ (વેસ્ટ) મુંબઈ નં-૪૦૦૦૮૦. ફોન નંઘર-૨ ૫૬૯૪૩૬૬, ૨ ૫૬૧૩૬૭૪. મોબાઇલ - ૯૮૨૧૧૬૦૯૪ર (ચંદ્રકાંતભાઈ) ૦ . જોલી - ૪૯૨૧૩૨૨૧૦ મહેશભાઇ ભુરાલાલ પરીખ ૩૦૩, શ્રી સાંઇબાબા એપાર્ટમેન્ટ, બાવન જિનાલયની પાછળ, ૬૦ ફુટ રોડ, ભાયંદર (વેસ્ટ)-૪૦૧૧૦૧. ડી-થાણા. ફોન નં-૨૮૧૯૩૦૬૨ આશીતભાઇ વી. ચોક્સી ૧/૨૦૧, રામનવર-પાટકર કોલેજ સામે, એસ.વી.રોડ, ગોરેગાંવ (વેસ્ટ), મુંબઈ નં-૪૦૦૦૬૨. . ફોન નં-૨૮૭૨ ૩૪૭૨ મોબાઇલ નં-૯૮૨ ૧૧-૧૭૬૪૯ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ -: શાશ્ર્વત ગિરિ મહિમા : •OMES શાશ્વતગિરિ મહિમા એક દિવસ શ્રી હેમસૂરિ મહારાજ કુમારપાળ ભૂપાળ અને સકળ સભાસમક્ષ ભવ્યજીવને હિતકારી અમૃતસમ અતિઉપકારી મધુર દેશના આપતા હતા અને શાંત ચિત્તથી સર્વ શ્રોતાઓ પવિત્ર રસનું પાન કરતા હતા જેમાં સૂરિ મહારાજાએ જણાવ્યું કે- “જો પૂર્વની પુન્યાઇ હોય અને For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ નિઃ શાશ્વત ગિરિ મહિમા : સુકૃતની કમાઇ હોય તો પ્રાણી “સોળ સંસા” મેળવી શકે છે. એટલે કે જે શબ્દની આદિમાં “સ” આવે એવા સોળ કાર્ય સુપુત્યે એવી શકે છે.” તે “સોળ સંસા” આ પ્રમાણે છે : ૧. સદ્ગુરૂ સેવા, ૨. સુકુળે જન્મ, ૩. સંઘભક્તિ, ૪. સટ્ટણા, ૫. ધર્મસુદ્રવ્ય,૬. સુકૃતકેરી યાત્ર, ૭.પુજે લહીએ મુનિ સુપાત્ર, ૮. સાતક્ષેત્ર તણું પોષવું, ૯. સત્ય વચન મુખથી ભાખવું, ૧૦. સમતા કુંડમાંહે ઝીલવું, ૧૧. જેહને શુભગતિ વહેલું જવું, ૧૨. સમાધિ શરીર, ૧૩. સિધ્ધાંત સમ્યફ, ૧૪. શીલ રાખે એકાંત, ૧૫. સાહસિક ગુણ તે પુજે પમાયા, ૧૬. પુત્રે સંઘપતિ તિલક ધરાય. “સોળ-સસા” એમ વિવરી કહ્યા, પૂર્વ મુખ્ય તેણે નર લહ્યા. આ “સોળ-સસા” માં “પુજે સંઘપતિ તિલક ધરાય” એ ઉપર વિવેચન કરતાં સૂરિશ્રી હેમસૂરિ મહારાજાએ જણાવ્યું કે- “સંઘવીપદ પ્રાપ્ત કરવું એટલે સંઘ કાઢી યાત્રાનો અપૂર્વ લ્હાવો લઇ સંઘવીનું તિલક ધારણ કરવું એ મહાન પુન્યનું કાર્ય છે અને આત્માને અવશ્ય ઉત્તમગતિ આપનારું છે.” સંઘ કાઢીને યાત્રા કરવાથી અનેક ભવ્ય જીવોને યાત્રાનો અપૂર્વ લાભ મળે છે, વ્રત-તપ-જપ-નિયમાદિ ધાર્મિક * 92 For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ - શાશ્વત ગિરિ મહિમા : કરણીની પુષ્ટિ થાય છે, મળેલ લક્ષ્મીનો સવ્યય થાય છે, શાસનની શોભા વધે છે, જેનેતરો પણ જૈનધર્મની અનુમોદના કરે છે અને પોતાનો આત્મા અભસંસારી બની મુક્તિપુરીમાં પહોંચી જાય છે. કહ્યું છે કે- “શ્રાવક સમુદાયમાં વ્રતધારી શ્રાવક વડીલ તરીકે માન્ય કરવા યોગ્ય છે; પરંતુ તે વ્રતધારી શ્રાવકથી પંચમહાવ્રતધારી મુનિરાજ શ્રેષ્ઠ ગણાય છે, અને તે મુનિરાજથી આચાર્ય મહારાજ શ્રેષ્ઠ ગણાય છે. કે જેમના પગમાં પડી મુનિવરો નમસ્કાર કરે છે. તે આચાર્ય મહારાજથી અરિહંત ભગવાન શ્રેષ્ઠ ગણાય છે કે જેમનું ધ્યાન અહોનિશ આચાર્યો કર્યા જ કરે છે, પરંતુ તે અરિહંત ભગવાન પણ સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે છે. એવા સિદ્ધ ભગવંતને જે પુરૂષ સંઘવીપદ પ્રાપ્ત કરી તીર્થયાત્રાનો મહાન લાભ મેળવે છે તેના ગુણ હમેશાં બહુ જ ગમે છે, તેથી ટુંકામાં કહીએ તો જો પુન્યની રાશી એકઠી થઇ હોય તો જ સંઘ કાઢી સિદ્વાચળની યાત્રાનો મહાન લ્હાવો લઇ શકાય છે, કેમકે અન્ય તીર્થની છ મહિના પર્યાપાસના કરીને જે કાર્ય સાધી શકાય અને જે લાભ મેળવી શકાય તે લાભ ક્ષણ માત્રમાં પરિણામની વિશુદ્ધતાથી શ્રી સિદ્ધગિરિની છાયામાં ધ્યાન ધરતાં મેળવી શકાય છે. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ - શાશ્વત ગિરિ મહિમા : શ્રી હેમસૂરિ મહારાજ કુમારપાળ ભૂપાળ અને સકળ સભાસમક્ષ શ્રી સિદ્ધાચળનું અપૂર્વ માહાભ્ય વિસ્તારથી જણાવતાં કહેવા લાગ્યા કે- “શ્રી નંદીશ્વરદ્વીપની, યાત્રા કરતાં પ્રાણી જે પુન્ય ઉપાર્જન કરે છે તેથી બમણુંકુંડળદ્વીપની યાત્રાથી, ત્રણગણું રૂચકદ્વીપની યાત્રાથી, ચારગણું ગજદંતગિરિની યાત્રાથી, પાંચગણું જંબૂવૃક્ષ પરના ચૈત્યની યાત્રાથી, છ ગણું ધાતકીખંડની યાત્રાથી, બાવીશગણું પુષ્કરવરદ્વીપની યાત્રાથી, સોગણું મેરૂના ચૈત્યની યાત્રાથી, હજારગણું સમેતશિખરની યાત્રાથી, લાખગણુંકંચનગિરિની યાત્રાથી, દશ લાખગણું શ્રી અષ્ટાપદ તીર્થ અને ગિરનારની યાત્રાથી ક્રોડગણું ફળ શ્રી શત્રુંજય તીર્થની યાત્રાથી થાય છે. (કેટલાગણું પુણ્ય એમાં કેટલાક સ્તવનાદિમાં ફ્રાર છે. કેટલાગણું કહેવામાં કેટલોક આધાર છે પરંતુ ખરી રીતે તો ભાવની વૃદ્ધિ અનુસાર ફળપ્રાપ્તિ થાય છે. આ તો વ્યવહારિક મધ્યમ ળ માત્ર કહેલું છે.) શ્રી શત્રુંજય તીર્થ સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ છે અને એ પરમ પુનિત, પરમ ઉપગારી, પરમ કલ્યાણકારી અને શાંતિનિકેતન તીર્થ પ્રાયે કરીને (પ્રાયે શબ્દ પર્વતનું પ્રમાણ નાનું મોટું થાય છે તેથી વાપરેલ છે.) શાશ્વતું છે. જગતની પ્રવૃત્તિમાંથી અને ધમાલમાંથી For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ : શાશ્ર્વત ગિરિ મહિમા : મુક્ત થઇ શ્રી સિદ્ધાચળગિરિની છાયામાં જનારા પ્રાણીને આત્માની અંદર અપૂર્વ શાંતિ અને અખંડ લહેરીઓ દેનારૂં એ ધામ છે.” રાસકર્તા કવિ ઋષભદાસે શ્રી સિદ્ધગિરિનું ઉત્તમ અને ભાવવાહી એક સ્તવન આ સ્થળે લખેલ છે, તે ખાસ ગાવા લાયક, સાંભળવા લાયક અને કંઠસ્થ કરવા લાયક હોવાથી આ નીચે આપ્યું છે. શ્રી સિદ્ધાચળનું સ્તવન દેશી-(રામ ભણે હરિ ઉઠિયો) અથવા ( સહેજાનંદી રે આતમા.) શેત્રુંજો સેવો રે ભવિજના. (૨) એ આંકણી. જગમાં તીરથ છે ઘણા, તેહમાં શેત્રુંજો સાર રે, પામ્યા ભવિજન પાર રે, વારે તે ગતિ ચાર રે; પોત્યા મોક્ષ દુવાર રે- શેત્રુંજો જે નર “છ-રી” રે પાળતાં, શેત્રુજે વંદન જાય રે, નદી શેત્રુંજીમાં ન્હાય રે, પોઢાં પાપ ધોવાય રે; એમ ઘટ નિર્મળ થાય રે- શેત્રુંજો For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ -: શાશ્ર્વત ગિરિ મહિમા : સમકિત શિયળને રાખતો, પગે ચાલંતો જે જાય રે, એકલઆહારી કહેવાય રે, ભૂમિસંથારે તે ઠાય રે; સચિત્તપરિહારી સોહાય રે- શેત્રુંજો શેત્રુંજો વધાવા કારણે, હોજો અતિ ઉજમાળ રે, દેઇ પ્રદક્ષિણા લાલ રે, કર્મ ખપાવે તતકાળ રે; પ્રગટે પુન્ય વિશાળ રે- શેત્રુંજો સૂરજકુંડ ને ભીમમાં, ન્હાતાં નિર્મળ નીર રે, નહિ તસરોગ શરીર રે, જસ ગુણ અતિહિ ગંભીર રે; ભાખે આદિ ને વીર રે- શેત્રુંજો પશુ પંખ્યાદિ જે જીવડા, જલચર જંતુ વળી જેહ રે, સેવે શેત્રુંજો તેહ રે, દુ:ખીઆ નહિ તસ દેહ રે; ત્રીજે ભવ સિદ્ધ સ્નેહ રે- શેત્રુંજો સાત છટ્ઠ દોઇ અઠ્ઠમે, ગણે વળી લાખ નવકાર રે, સેવે શેત્રુંજો સાર રે, તેહને દો અવતાર રે; તે નિશ્ચે અવધાર રે- શેત્રુંજો પંચ ભરત મહાવિદેહમાં, અરાવત પંચ જોય રે, તીર્થ ઇશ્યો નહિ કોય રે, ભરત પેખતા સોય રે; દીઠે ત્રિભુવન મ્હોય રે- શેત્રુંજો શ્રી શત્રુંજય તીર્થના અપૂર્વ મહિમાનું વર્ણન આગળ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ નિઃ શાશ્વત ગિરિ મહિમા :-) ચલાવતાં હેમસૂરિ મહારાજ બોલ્યા કે- પરમપવિત્ર શ્રી સિદ્ધગિરિની યાત્રા મહાન સંઘ કાઢીને ઘણા ભાગ્યશાળીઓએ મોટા ખર્ચ કરીને કરી છે, સંઘપતિપણાનો અપૂર્વ લાભ મેળવ્યો છે તથા એ તીર્થનો ઉદ્ધાર કરાવી અચળ નામના મેળવી છે. જેનું વર્ણન સંક્ષેપમાં આ પ્રમાણે છે. શ્રી બદષભદેવ ભગવંતની દેશના સાંભળી ભરત મહારાજાએ મહાન સંઘ કાઢી શ્રી સિદ્ધાચળની યાત્રાનો અપૂર્વ લાભ પ્રાપ્ત કરેલ છે, જે સંઘમાં નવાણુ કરોડ તો સંઘવીઓ સાથે હતા એટલે જેમણે સંઘ કાઢી સંઘવીપદ પ્રાપ્ત કરેલ એવાં નવાણુ કરોડ શ્રેષ્ઠીજનો સાથે હતા તેમજ ચોરાશી હજાર નૃપતિઓ પણ સંઘમાં સાથે હતા. એવી રીતે સંપૂર્ણ પ્રદ્ધિ-સિદ્ધિ સાથે અને મોટી સંખ્યામાં યાત્રાળુઓ સહિત ઘણી જ ધામધુમથી ભરત મહારાજાએ સંઘ કાઢી શ્રી સિદ્ધાચળ તીર્થનો પ્રથમ ઉદ્ધાર કરાવેલ છે. તે ભરત ભૂપતિની પાટે અનુક્રમે આદિત્યયશા, મહાયશા, અતિબલ, બલભદ્ર, બલવીર્ય, કીર્તિવીર્ય અને જલવીર્ય ભૂપતિઓ થઇ ગયા, તેમની અને ભરત મહારાજાની વચ્ચે છ કરોડ પૂર્વ વ્યતીત થયા બાદ આઠમી For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ -: શાશ્વત ગિરિ મહિમા : પાટે દંડવીર્ય ભૂપતિ થયા. તેમણે ભરત મહારાજાની પેઠે સંઘ કાઢી શ્રી શત્રુંજય તીર્થનો બીજો ઉદ્ધાર કરાવેલ છે. તપશ્ચાત શ્રી શત્રુંજય તીર્થનો ત્રીજો ઉદ્વાર ઇશાનંદ્રે, ચોથો ઉદ્ધાર માહેંદ્ર, પાંચમો ઉદ્વાર બ્રહ્મદ્રે, છઠ્ઠો ઉદ્વાર ચમરેંદ્રે અને સાતમો ઉદ્વાર સગર ચક્રવર્તીએ કરાવેલ છે. તે સગર ચક્રવર્તીના સમયે પચાસ કરોડ, પંચાણુ લાખ, પંચોતેર હજાર ભૂપતિઓએ શ્રી સિદ્ધગિરિનો સંઘ કાઢી સંઘવીપદ પ્રાપ્ત કરેલ છે અને તેમણે રત્નમય અને કનકમય જિનબિંબો કરાવી મહાન લાભ પ્રાપ્ત કરેલ ત્યારબાદ આઠમો ઉદ્વાર વ્યંતરેંદ્રે, નવમો ઉદ્વાર ચંદ્રયશા રાજાએ, દશમો ઉદ્ધાર ચક્રાયુદ્ધ રાજાએ, અગીયારમો ઉદ્ધાર રામચંદ્રજીએ અને બારમો ઉદ્ધાર પાંચ પાંડવોએ કરાવેલ છે. પાંચ પાંડવ અને શ્રી વીર ભગવાન વચ્ચેનું ચોરાશી હજાર વર્ષોનું અંતર વીત્યા બાદ વીર પછી ૪૭૦ વર્ષે શ્રી વિક્રમ રાજા થયા, જેમનો સંવત લખાવો શરૂ થયો. તે સંવત એકસો ને આઠમાં જાવડશાહ શેઠે આ તીર્થનો તેરમો ઉદ્ધાર કરાવેલ છે. બારમો ઉદ્ધાર કરાવનાર પાંચ પાંડવ અને તેરમો ઉદ્વાર કરાવનાર જાવડશાહની વચ્ચેના સમયમાં પચીશ ક્રોડ, પંચાણું લાખ, પંચોતેર હજાર ८ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ -: શાશ્વત ગિરિ મહિમા : ભૂપતિઓએ સંઘવીપદ પ્રાપ્ત કરી મહાન્ સંઘ કાઢીને શ્રી સિદ્વાચળને ભેટી અપૂર્વ લ્હાવો લીધેલ છે. વિક્રમ સંવત બાર ચઉદની (અહીં સંવત ૧ર૧૧ કહી આવેલ છે. નવાણુપ્રકારી પૂજામાં સં. ૧૨૧૩ કહેલ છે.) સાલમાં મંત્રી આહવે ચૌદમો ઉદ્ધાર કરાવેલ છે. સંવત તેરશું ઇકોતેરમાં ઓશવાળવંશદીપક સમરાશાહે પંદરમો ઉદ્ધાર કરાવેલ છે અને સંવત પંદરસેં સત્યાશીમાં શેઠ કરમાશાહે શ્રી સિદ્ધગિરિનો સોળમો ઉદ્ધાર કરાવ્યો છે. (હેમચંદ્રાચાર્ય થઇ ગયા પછીની આ હકીકત બહષભદાસની કહેલી છે એમ સમજવું.). સંવત બારશું વ્યાસીમાં મંત્રી વસ્તુપાળ-તેજપાળે શ્રી સિદ્ધાચળનો મહાન સંઘ કાઢી સંઘવીપદ પ્રાપ્ત કરી જન્મ સળ કરેલ છે. તેમણે નવીન અને ભવ્ય જિનમંદિર શત્રુંજય ઉપર કરાવેલ છે ને એકંદર અઢાર કોડ, ઓગણપચાસ લાખ સુવર્ણ ટકા ખર્ચે અપૂર્વ લાભ લીધેલ છે, તેમજ શ્રી અર્બુદાચળ અને ગિરનારની યાત્રા કરી એકત્રીશ ક્રોડ અને બત્રીસ લાખ સુવર્ણ ટકા ખરચ્યા છે અને જેમણે સવાલાખ જિનબિંબો ભરાવ્યા છે. આવી ઉત્તમ તીર્થભક્તિ કરનાર તે બન્ને પુન્યશાળી બધુઓના નામ અદ્યાપિ પણ જગતમાં For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ -: શાશ્ર્વત ગિરિ મહિમા : મશહુર છે. શેઠ જાવડશાહ અને શેઠ કર્માશાહ કે જેમણે અનુક્રમે તેરમો અને સોળમો ઉદ્ધાર શ્રી સિદ્ધાચળ તીર્થનો કરાવેલ છે. તે બન્નેની વચ્ચેના સમયમાં ચોરાશી લાખ સંઘવીઓ ત્રણ લાખ સમક્તિધારી ભૂપતિઓ, સત્તર હજાર ભાવસારો, સોળ હજાર ખત્રીઓ, પંદર હજાર વિપ્રો, બાર હજાર કણબીઓ, નવ હજાર લેઉઆ કણબીઓ અને પાંચ હજાર પીસ્તાલીશ કંસારાઓ-એ સર્વેએ શ્રી વિમલાચળ તીર્થના સંઘો કાઢીને મહાન્ લાભ મેળવેલ છે. શ્રી ભરત મહારાજા કે જેમણે આ તીર્થનો પ્રથમ ઉદ્વાર કરાવેલ છે તે અને છેલ્લો એટલે સોળમો ઉદ્વાર કરાવનાર શેઠ કરમાશાહની વચ્ચેના સમયમાં શ્રી સિદ્ધગિરિના જે જે સંઘો નીકળ્યા છે તેની સંખ્યા તો કેવળીગમ્ય સમજવી. અહિં રાસકર્તા કવિ ઋષભદાસ કહે છે કે : જે પુન્યવંતા નરવળી હોવે, તે શત્રુંજય ગિરિવર જોવે; પુન્ય ઠામે ધન ખરચ્યું જેણે, સોય સંઘાતે આવે તેને. તે પુન્યવંતા નર વળી હોંશે, કરશે શેત્રુંજાની જાત્ર; તે નર રાને રોયા જાણો, જેણે ન કીધી તેની યાત્ર. ૧૦ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ -: શાશ્ર્વત ગિરિ મહિમા : દીન ઉદ્ધાર ન કીધો જેણે, ન લહ્યો શાસ્ત્રવિચાર; ગિરિ શેત્રુંજે જે નવી ચઢિયો, એળે ગયો તસ અવતાર. જન્મ સફ્ળ કીધો નર જેણે, લક્ષ્મી સુમાર્ગે સ્થાપી; શેત્રુંજે જઇ પ્રાસાદ કરાવ્યા, તસ કીર્તિ જગ વ્યાપી. મુગતિતણે પંથે વળ્યા, પામી કેવળજ્ઞાન; સિદ્ધ અનંત આગે હુઆ, કરતા શત્રુંજય ધ્યાન. હે રાજા કુમારપાળ ! જેણે શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી લક્ષ્મીનો સર્વ્યય કરેલ છે તેણે પોતાનો જન્મ સફ્ળ કરી લીધો છે. એ પવિત્ર તીર્થના દર્શનથી કર્મના દળીયાં ટુટી જાય છે, વંદનથી નરક અને તિર્યંચગતિનાં દુઃખોનું નિવારણ થઇ જાય છે, સ્તવન અને પૂજનથી આત્મા નિર્મળ બની પરમ સુખનો અધિકારી થાય છે અને સંઘપતિ થવાથી તીર્થંકરની પદવી પમાય છે. શ્રી સિદ્ધગિરિનું ધ્યાન ધરીને અનંતા ભવ્યજીવો સિદ્ધિપદને પામ્યા છે તેની હકીકત આ નીચે જણાવી છે તે વાંચી શ્રી સિદ્ધાચળનો અપૂર્વ મહિમા સમજી તીર્થયાત્રા કરી આત્મકલ્યાણ સાધી લેવું એ પુનઃ : કથન છે. શ્રી શત્રુંજય ઉપર ચૈત્ર શુદિ ૧૫ મે પ્રથમ પ્રભુના પુનઃ ૧૧ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ નિઃ શાશ્વત ગિરિ મહિમા : ગણધર પુંડરીકસ્વામી પાંચ ક્રોડ મુનિ સાથે સિદ્વિપદને પામ્યા છે. કાર્તિક સુદિ ૧૫ મે દ્રાવિડ અને વારિખીલ્લ દશ ક્રોડ મુનિ સાથે સિદ્વિપદને પામ્યા છે. ફાગણ સુદિ ૧૦ મે નમિ-વિનમિ બે ક્રોડ મુનિસાથે સિદ્વિપદ પામ્યા છે. શ્રી બહષભદેવની પાટે અસંખ્યાતા મુનિઓ સિદ્ધિએ ને સર્વાર્થી સિદ્ધ ગયા છે તે પણ આ તીર્થેથી ગયા છે. બાષભદેવના વંશના અસંખ્ય રાજાઓ ચારિત્ર લઇ શત્રુંજય આવી અણસણ કરી સિદ્વિપદ પામ્યા છે. રામ ને ભરત (આ રામ, ભરત દશરથપુત્ર નથી, બીજા સંભવે છે.) બે બાંધવ ત્રણ ક્રોડ મુનિ સાથે સિદ્વિપદ પામ્યા છે. શ્રી કૃષ્ણના પુત્ર શાંબ ને પ્રધુમ્ન સાડીઆઠ ક્રોડ મુનિ સાથે ફાલ્ગન સુદિ ૧૩ શે અહીં સિદ્વિપદને પામ્યા છે. પાંચ પાંડવો વીશ ક્રોડ મુનિ સાથે અહીં પધારી મોક્ષમાર્ગે સીધાવ્યા છે. થાવસ્ત્રાપુત્ર મુનિ એક હજાર સાથે, શુક્રપરિવ્રાજક એક હજાર મુનિ સાથે, સેલગ સૂરિ પાંચશે મુનિ સાથે સિદ્ધિપદને પામ્યા છે. નારદ મુનિ (નવમાંથી કયા નારદ એ સ્પષ્ટ કહેલ નથી.) એકાણુ લાખ સાથે આ તીર્થે મોક્ષમાર્ગે સંચર્યા છે. એમાં સંખ્યાબંધ મુનિઓ સાથે અનેક મહાત્માઓ આ તીર્થના અવલંબને મોક્ષમાર્ગના સાધનારા થયા છે. શ્રી કષભપ્રભુ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ - શાશ્વત ગિરિ મહિમા - નવાણુ પૂર્વ (૮૪ લાખને ૮૪ લાખે ગુણતાં એક પૂર્વ તેને ૯૯ વડે ગુણતાં જે અંક આવે તેટલી વખત પધાર્યા.) વખત પ્રાયે ફાલ્ગન સુદિ ૮ મે આ તીર્થ પર સમવસર્યા છે. અજિતનાથ અને શાંતિનાથ પરમાત્મા આ તીર્થે ચાતુર્માસ રહ્યા હતા તે વખતે અનેક મુનિઓ સિદ્વિપદને પામ્યા છે. શ્રી હેમસૂરિ મહારાજ પાસેથી પવિત્ર તીર્થ શ્રી સિદ્વાચળનો અપૂર્વમહિમા સાંભળીને કુમારપાળ ભૂપાળનું હૃદય એકદમ ઉલ્લસિત થતાં શ્રી સિદ્ધગિરિનો સંઘ કાઢી લક્ષ્મીનો વ્યય કરી માનવદેહની સાર્થકતા કરવાની અભિલાષા જાગ્રત થઇ અને વ્યાખ્યાન સંપૂર્ણ થયા બાદ પોતાને થયેલી ભાવના ગુરૂ સમક્ષ પ્રગટ કરી તુરત જ તૈયારી કરવા માંડી. પ્રથમ તો શ્રી હેમસૂરિ મહારાજને સકળ સાધુપરિવાર સહિત સંઘમાં પધારવાની વિનંતિ કુમારપાળ મહારાજે વિનયપૂર્વક કરી અને નગરમાંથી જે કોઇને આવવું હોય તેને તમામ પ્રકારની સગવડતાથી યાત્રાનો મહાન લાભ મળી શકશે તેવી જાહેર ઉદ્ઘોષણા કરાવી. શુભ મુહૂર્ત શ્રી સિદ્વાચળની યાત્રા કરવાનો મહાન સંઘ કાઢ્યો. કુમારપાળ ભૂપાળે કાટેલા સંઘની હકીકત ખાસ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ - શાશ્વત ગિરિ મહિમા - જાણવા લાયક અને અનુમોદવા લાયક છે. સંઘમાં હસ્તીઓની અંબાડીમાં શ્રી જિનેશ્વર ભગવાનની મૂર્તિસહ સુશોભિત જિનમંદિરો શોભતા હતા, વાભાદિ ચોવીશ નિપુણ મંત્રીઓ સાથે હતા, નગરશેઠના પુત્ર આભડદે શેઠ સાથે હતા કે જે રસ્તામાં જ્યાં જ્યાં પડાવ થતો હતો ત્યાં ત્યાં શ્રાવકના ઘરદીઠ સોવન-ટકાની લ્હાણી પોતાના તરફ્ટી કરાવી સાધર્મિકવાત્સલ્યનો લાભ લેતા હતા, પભાષાચક્વર્તીદેપાળ કવિ પણ સાથે હતા, કપર્દી ભંડારી સાથે હતા કે જેમની ઉદારવૃત્તિ અને દયાની નજરથી કોઇ પણ માણસ ભૂખ્યો કે દુ:ખી રહેતો જ નહિ, પાલણપુરનો પ્રહલાદ રાણી, નવાણુ લાખની પુંજીવાળા છાડાશેઠ, રાજાના ભાણેજ પ્રતાપમલ્લ, અન્ય શેઠ-શાહુકારો, સર્વ દર્શનવાળા ધર્મગુરૂઓ અને સદ્ગુહસ્થો, શ્રી હેમસૂરીશ્વર મહારાજ આદિ મુનિમંડળ અને સંખ્યાબંધ યાત્રાળુસહિત એ સંઘ શોભતો હતો. એ સંઘમાં અગીયાર હજાર હસ્તીઓ રત્નજડિત અંબાડીઓથી દીપતા હતા અને સાચા મોતીની માળાઓથી ઝૂલતા હતા, અગીઆર લાખ પંચવર્તી અશ્વો શોભતા હતા, અઢાર લાખ પાયદળ-પગે ચાલનારા સેનિકો હતા, પચાસ હજાર રથ હતા જેના બળદો ઘૂઘરમાળનો ધમકાર કરી For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ - શાશ્વત ગિરિ મહિમા : મધુર અવાજ આપતા હતા અને સુવર્ણના શીંગડાઓથી તેજસ્વી લાગતા હતા, તેમજ ઢોલ, દદામા, ભેરી, ની, સરણાઇ ઇત્યાદિ વાજીંત્રો નિરંતર વાગતા હતા. ઝવેરીઓ, નાણાવટી, સોનીવાણીયા, દોશીવાણીયા, ફોક્લીયા, વણઝારા, વેધો અને ગાંધી એવા એવા અનેક ધંધાધારીઓ પણ સંઘમાં આવ્યા હતા અને સંઘમાં મનુષ્યો મોટી સંખ્યામાં હોવાથી સોનો ધંધો પણ સારી રીતે ચાલતો હતો. સંઘના કામકાજ માટે માળી, તંબોલી, ભોઇ, કંદોઇ, કંસારા, મણીયાર, સોનાર, સુતાર, લુહાર, કુંભાર, નાવી, ગોલા, દરજી, જડીયા, કણબી, રસોઇયા, પાણી ભરનારા, મર્દનીયા,કાવડીયા, ચીતારા, છીપા અને ગાંધર્વો વિગેરે મોટી સંખ્યામાં સાથે રાખેલા હતા. શ્રી સંઘમાં પતિસેવાપરાયણ, શિયળ ગુણે કરીને સુશોભિત પટ્ટરાણી ભોપલદેવી (ભોપલદેવી સંઘ કાઢ્યા પછી ગુજરી ગયેલ જણાય છે.) પણ સાથે હતા, જેમની સાથે બોંતેર સામંત રાજાઓની રાણીઓ અલંકારયુક્ત વિધવિધ રંગબેરંગી ઉત્તમ વસ્ત્રોથી શોભતી હતી, અને અન્ય શેઠ-શાહુકારોની સ્ત્રીઓ પણ સાથે હતી. સર્વે સંઘભક્તિ યથાશક્તિ કરતા હતા અને માંહોમાંહે વાર્તાલાપ ૧૫ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ - શાશ્વત ગિરિ મહિમા : કરી આનંદમાં સમય પસાર કરતા હતા. પરસ્પર હાસ્યવિનોદની ખાતર મશ્કરી મજાહ પણ થતી હતી. જે સ્ત્રીઓનું રૂપ ઉજવળ એટલે શ્વેત હતું તે સ્ત્રીઓ શ્યામવર્ણી-કાળી સ્ત્રીઓ પ્રત્યે કહેવા લાગી કે- “બ્દનો ! અમે ઉજ્વળતાએ એટલે ગોરા વાને કરીને સુંદર રીતે શોભીએ છીએ, તેમાં અમારી સાથે તમે શ્યામ-કાળી સ્ત્રીઓ અમારી પંક્તિમાં બીલકુલ ભળતી જ નથી. તમારા શરીરના વર્ણની ભાત જુદી જ પડી જાય છે એટલે એકંદરે અમારી સુંદરતા ઓછી થઇ જાય છે, તેથી અમે તો કહીએ છીએ કે કાળાશ-શ્યામતા જગતમાં કોઇ પણ રીતે ઇચ્છવા લાયક જ નથી.” તેના જવાબમાં જે કાળી સ્ત્રીઓ હતી તે કહેવા લાગી કે- “વ્હેનો !સાંભળો. ભલે કાળાપણું તમારી દ્રષ્ટિમાં ઠીક લાગતું નહિ હોય પરંતુ હસ્તીઓ પણ કાળા હોય છે કે જે મદોન્મત્ત થઇને તા છે, મેઘરાજા જે સહુના માથે ગાજ્યા કરે છે તે પણ શ્યામ છે, આંખની કીકી કાળી છે અને આંખ આંજવામાં આંજણની જરૂર પડે છે તે પણ કાળું છે, જમુના નદીના જળ પણ કાળાં છે, કસ્તૂરી કાળી છે કે જે ખરા સમયે ચેતન-શક્તિ મેળવી આપવાનું કામ કરે છે, For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ - શાશ્વત ગિરિ મહિમા આંબાની ડાળે બેસતી કોયલ પણ કાળી છે કે જેનો ટહુકાર કર્ણને બહુ જ મધુર લાગે છે, મરી-તીખાના દાણા કાળા છે જે ધોળા રંગના કપૂરની રક્ષા કરે છે, કૃષ્ણ મહારાજા કાળા હતા, શ્રી મલ્લિનાથસ્વામી, શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથ પ્રભુપણ શ્યામ વર્ણના જગતમાં પૂજનિક છે, માટે કાળાપણું કોઇ પણ રીતે વખોડવા લાયક નથી. કદાચ તમને ધોળાશ ઉપર બહુ ભાવ હશે, પરંતુ ધોળા તો બગલાઓ ઘણા કરે છે. વળી ધોળા રંગના માણસો તો ભૂતિયાં-કોઢીયાં જેવા લાગે છે તે શું સારૂ ગણાય ? અમે તો કહીએ છીએ કે જે માણસો બહુ ધોળા દેખાય તે પ્રાયે રોગનાં ઝપાટામાં હેલા સપડાઇ જાય છે, માટે ધોળાપણાનો એટલો બધો મહિમા વધારશો નહિ અને કાળાપણાને નિંદશો નહિ.” આ સાંભળતાં જ ગોરી સ્ત્રીઓએ પ્રત્યુત્તર આપ્યો કે- “બ્દનો ! બહુ બોલવાથી શું વળે ? અમારા પગના અંગુઠાની બરાબરીમાં પણ તમે આવી શકો એમ નથી. સાંભળો !ગંગાજળ ગોરૂં છે જે પવિત્ર ગણાય છે, સરોવરની શોભા વધારનારા હંસલાઓ ગોરા છે, શીતળતા અને સુગંધતા જેનામાં વસી રહેલી છે એવું ચંદન પણ ગોરૂં છે, For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ -: શાશ્વત ગિરિ મહિમા : મૃગલાઓમાં જે ગોરા વર્ણના હોય તે જમણા ઉતર્યા હોય તો સારાં શુકન ગણાય છે, શ્રી સુવિધિનાથ ભગવાન અને શ્રી ચંદ્રપ્રભુસ્વામી વર્ણમાં ગોરા છે, એટલે અમારી ઉજ્વળતા આગળ તમારૂં કાંઇ ચાલે તેમ નથી. જુઓ ! ચામર ઉજ્વળ છે, કમળ ઉજ્વળ છે, હાથીદાંત ઉજ્વળ છે, , પુષ્પ ઉજ્વળ છે, દક્ષિણાવર્ત શંખ ઉજ્વળ છે અને છેવટમાં ઘી પણ ઉજ્વળ છે કે જે ઘીના જ ગુણો સાંભળી તમે શાંત થઇ જશો.” ઘીએ વાધે વાન, કાન પણ સરવા થાયે, આંખે વાધે તેજ, ખરજ ને ખોડો જાયે; જરા ન વ્યાપે અંગ, ટાંગ તન ધાત ન ધ્રુજે, કાયા ગહિ કટિબંધ, અર્થ આગળથી સૂઝે; મુખનું મંડન ધૃતસહી, હાંક્યો હીંડે દેતો હડી; ધૃતવિહુણા જેહ નર, જાણો સુકી લક્કડી. દોહરો - લક્કડ સરીખા તે નરા, જે નવિ પામ્યા ઘીહ; ધૃત જીમંતા જે બન્યા, તે પંચાયણ સિંહ. માટે હે કાળી-શ્યામવર્ણી વ્હેનો ! આ ઉજ્વળતાના એટલે ગોરાપણાના ગુણ સાંભળી છાનામાના બેસી રહો અને વાદવિવાદ છોડી ધો. આ રીતે પરસ્પરનો વિવાદ સાંભળી વચ્ચે એક વૃદ્ધ ૧૮ = For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ -: શાશ્વત ગિરિ મહિમા : ડોશીમાં બેઠા હતા તે બોલ્યા કે- “અરે વ્હેનો !ખાલી વાદ શા સારૂ કરો છો? કાળી શી અને ગોરી શી ! રૂપથી મોટાઇ મનાતી નથી, પરંતુ ગુણથી ગણાય છે, માટે આ જગતમાં જે પુન્યકરણી વધારે કરે તે રૂપવંતી ગણાય છે અને તે જ મોટી મનાય છે. સાંભળો. સબળરૂપ સબળ શણગાર, દાન શીળ તપ પાખે છાર; તેહનું રૂપ જગમાંહે સાર, જે સ્ત્રી કરે નિત્ય પરઉપગાર. બ્દનો ! જગતમાં એકલું રૂપ અને એકલો શણગાર શા કામના છે ? ખરેખરી રીતે આ સાત “દદા” જેનામાં હોય તે સાચી અને મોટી મનાય છે. કહ્યું છે કે - દયા, દાન, દમ, દેહનો દોષ, દોલત જાતાં ન કરે શોક; દુ:ખ ભાંજે પ્રેમે પારકું, દીનવચન બોલે મુખથયું, દુર્જન ઉપર ન કરે રીસ, તે સ્ત્રી પાસે સબળ જગીશ; એ અંગ ધરતી સાતે દદા, રૂપવંતી તસ ભાખું મુદા. આ રીતે બન્નેનો વિવાદ શાંત કર્યો અને શ્રીસંઘ, સ્નેહપૂર્વક શ્રી સિદ્ધગિરિને ભેટવાની હોંશમાં અવિછિન્ન પ્રયાણ કરવા લાગ્યો. સંઘપતિ કુમારપાળ ભૂપાળ દેવગુરૂની ભક્તિનો ઉત્તમ લ્હાવો લીધા કરે છે અને ભોજન સમયે R For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ (O))) - શાશ્વત ગિરિ મહિમા : સર્વની સાથે બેસી દરેકની સંભાળ પ્રેમપૂર્વક કરીને સંદભક્તિ ઉત્તમ પ્રકારે કર્યું જાય છે. શ્રી સંઘમાં વિધવિધ જાતિના સ્વાદિષ્ઠ પકવાન્નો સાથે ભાતભાતની રસોઇ હંમેશા થયા કરે છે, જેનું વર્ણન લખતાં ટુંકમાં કવિ બeષભદાસ સમજાવે છે કે- “રાજા કુમારપાળના સંઘમાં થતા ભોજનનો લાભ લેનારાઓના દેહનો અને મુખનો વાન જરૂર બદલાઇ ગયા સિવાય રહે જ નહિ.” એટલે કે સંઘભક્તિ કરવામાં જ્યાં ખર્ચનો હિસાબ જ રાખેલ નથી એવા ઉદાર દિલથી મહાન ખર્ચે કુમારપાળ ભૂપાળે સંઘ કાઢેલ છે. કુમારપાળ રાજાના સંઘમાં સાથે આવેલા શ્રાવકશ્રાવિકા વર્ગમાંથી ઘણા ભાગ્યશાળીઓ જુદી જુદી રીતે સંઘભક્તિનો લ્હાવો લેતા જાય છે. ધવળ શેઠ, ધન્ના શેઠ, ધરમશી શેઠ, પાંચો શેઠ, પેથો શેઠ, પદમશી શેઠ, સુરો શેઠ, સંઘજી શેઠ અને શિવરાજ શેઠ આ સર્વે સંઘમાં પોત પોતાની શક્તિ મુજબ પુન્યના કાર્ય કરતા જાય છે. વચ્છ શેઠ, શ્રીમલ્લ શેઠ, ભોજો શેઠ, ભાખર શેઠ, ભીમો શેઠ, હીરો શેઠ, હરખચંદ શેઠ અને હરપાળ શેઠ વિગેરે બહુ પ્રેમપૂર્વક સંઘમાં વૃદ્ધ તથા બાળકોની તપાસ રાખી તેમની સેવા-ભક્તિ કર્યે જાય છે. દેવો શેઠ તથા દુદો શેઠ સાકરનાં For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ - શાશ્વત ગિરિ મહિમા : પાણીની પરબો મંડાવી સંઘભક્તિ કરે છે. આંબો શેઠ અને અબજી શેઠ મોદકના હાટ મંડાવી સંઘમાં લ્હાણી કરતા જાય છે. ખોખો શેઠ, ખેતશી શેઠ અને ખીમશી શેઠ હાથ પોલો રાખી ગુપ્તદાન દીધાં કરે છે. ભદો શેઠ, ભૂપત શેઠ અને ભીમા શેઠ સંઘમાં સર્વને ઠંડા પાણી પીવાની ભક્તિ કરે છે. થાવર શેઠ, થવરો શેઠ અને થોભણ શેઠ મુનિવરના પાત્રમાં આહાર વહોરાવી લ્હાવો લે છે. જાવડ શેઠ અને ભાવડ શેઠ સકળ સંઘમાં દુધ અને દહિંના ઘડાઓ વપરાવી ભક્તિ કર્યા કરે છે. સારંગ શેઠ, શિવજી શેઠ અને શ્રીપાલ શેઠ ત્રિકાળ જિનેશ્વર પ્રભુની પૂજાનો લાભ લીધા કરે છે અને ભાણો શેઠ તથા લખમશી શેઠ શેરડી, કેળાં વિગેરે ળો વહેંચીને સંઘભક્તિ કરે છે. આ રીતે “ઇ-રી” (“છરી” એટલે જે શબ્દની પછવાડે “રી” આવે તેને ૧.પાદચારી, ૨. સચિત્તપરિહારી, ૩. બ્રહ્મચારી, ૪. ભૂમિસંથારી, ૫. એકલઆહારી, ૬. સમકિતધારી.) પાળતાં સિદ્ધગિરિની વાટે જતાં સહુ કોઇ કાંઇ ને કાંઇ આપીને સંઘભક્તિ, દેવભક્તિ ને ગુરૂભક્તિનો અપૂર્વ લ્હાવો લે છે. " શ્રાવિકાવર્ગમાંથી પોતીબાઇ, પાંચીબાઇ, પાંખડીબાઇ, વીરમતી અને વિમળાદે શેઠાણી, ગુણશ્રી અને કમળશ્રી, (CUP A. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ નિઃ શાશ્વત ગિરિ મહિમા ઃ લાછલદે અને લખમીબાઇ, કોડીમદે અને કનકાદે શેઠાણી વિગેરે જિનપૂજા-ગુરૂભક્તિ કરતાં અનેક પ્રકારના દાન દેતાં સંઘભક્તિ કર્યે જાય છે. આ રીતે શ્રી કુમારપાળ ભૂપાળનો સંઘ બહુ પરિવારથી તેમજ હય, ગય, રથ, પાલખી અને સુભટોથી શોભતો પાંચ પાંચ ગાઉએ પડાવ નાખતો જાય છે, તેમજ જ્યાં રાત્રિ પડી જાય ત્યાં શાંતિથી સ્થિરતા કરીને સંપૂર્ણ જયણા પૂર્વક યાત્રાવિધિ સાચવતો શ્રી સંઘ પ્રયાણ કરે છે. અહિં પ્રસંગોપાત કવિ કહષભદાસ જણાવે છે કે“દરેક ધાર્મિક ક્રિયા યથાવિધિ જયણાપૂર્વક કરવાથી સંપૂર્ણ ળને આપે છે એવું શ્રી જિનેશ્વર ભગવંતનું ખાસ કથન છે. એ સર્વદા યાદ કરી તે પ્રમાણે વર્તન કરવાની ખાસ આવશ્યક્તા સમજવી.” જયણાપૂર્વક કાર્ય કરવાથી કર્મ-મેલ ધોવાઇ જાય છે અને ધર્મની પુષ્ટિ થાય છે. દાન, શિયળ, તપ અને ભાવ વિગેરે સકળ કરણીમાં જયણાની ખાસ જરૂર છે. પોસહ, પ્રતિક્રમણ અને પૂજા કરતાં પણ જયણાની બહુ જ જરૂર છે. સાધુધર્મમાં પણ જયણાની મુખ્ય જરૂરીયાત છે. હાલતાચાલતાં જયણાપૂર્વક ધુંસરાપ્રમાણ આગળ જોઇને ચાલવાની જરૂર For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ -: શાશ્વત ગિરિ મહિમા : છે. પડિલેહણા કરતાં, સંથારો પાથરતાં, માત્રાદિ પરઠવતાં, ઉઠતાં અને બેસતાં તથા ખાતાં પીતાં દરેક કરણીમાં વિધિ સાચવીને જયણાપૂર્વક કામ કરવાની જ પ્રભુની આજ્ઞા છે.” કહ્યું છે કે ઃ - યતિધર્મમાં જયણા કહી, જીવજંત ઉગારે સહી; પડિલેહતાં ભણતાં સદહે, રખે જીવ મુજથી દુઃખ ઉઠતાં બેસતાં વળી, મુનિવર રાખે મતિ નિર્મળી; લહે. સંથારે જયણાએ સોય, સરપ્રમાણે પંથે જોય. ઉભો રહી ૠષિ જયણા કરે, મધુર વચન મુખથી ઉચ્ચરે; ભુજંતા નવિ બોલે જેહ, ઋષભ કહે ઋષિ સાચો તેહ. એણીપરે જયણા કરતો યતિ, તેને પાપ ન લાગે રતિ; તેમ શ્રાવકને જયણા ધર્મ, જયણા કરે તો શ્રાવક પર્મ. કુમારપાળ ભૂપાળનો સંઘ સર્વ પ્રકારે જયણાપૂર્વક પ્રયાણ કરતો કરતો અનુક્રમે ધંધુકા ગામે પહોંચ્યો, ત્યાં સંઘપતિ કુમારપાળ રાજા તરફ્થી આખા ગામમાં દરેક ઘરે થાળીમાં એકેક સોનામહોર મૂકીને લ્હાણી કરવામાં આવી અને પોતે કરાવેલા “ઝોલિકા-વિહાર” નામના જિનમંદિરમાં પ્રભુદર્શન, પૂજન આદિ ભક્તિ કરીને ત્યાંથી શ્રીસંઘ વળાચમારડી આવ્યો, જ્યાં બે મોટા પર્વતો ઉપર જિનમંદિરો ૨૩ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ -: શાશ્વત ગિરિ મહિમા : કરવા માંડેલા તે તૈયાર થયેલાં હોવાથી એકમાં શ્રી કષભદેવ ભગવાનની અને બીજામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય મૂર્તિ પધરાવી સ્નાત્રાદિ મહોત્સવ કરીને શ્રીસંઘ ત્યાંથી આગળ ચાલ્યો. વળા-ચમારડી એટલે વલ્લભીપુરની સીમમાં શુદ્ધ અને વિશાળ જગ્યાએ શ્રીસંઘે પડાવ કર્યો. તેમના આવાગમનના સમાચાર ચારે તરફ ફ્લાતાં અનેક સ્ત્રીપુરૂષો જૈન અને જૈનેતર શ્રી સંઘના અને સંઘપતિના દર્શનાર્થે આવવા લાગ્યા. જેમનો સત્કાર કુમારપાળ રાજા તરફ્ટી બહુ પ્રકારે થતો હતો અને જે જે લોકો તરફ્ટી ધર્મકાર્યને માટે જે કાંઇ માગણી થતી હતી તે સર્વને ઉત્સાહપૂર્વક યોગ્ય રકમ આપવા માટે ભંડારીને હુકમ થતો હતો. - સકળ સંઘનો પડાવ થયા બાદ ત્યાં ઉભા ઉભા શ્રી શેત્રુંજયગિરિના દર્શન કુમારપાળ ભૂપાળ સહિત સકળ સંઘે ભાવપૂર્વક કર્યા. ત્યાર પછી પગે ચાલીને અનુક્રમે શ્રી સંઘ તળાટી નજદીક પહોંચતા પ્રથમ તો ગિરિરાજને સોના રૂપાનાં ફ્લથી તેમજ ઉત્તમ પરવાળા અને મોતીથી વધાવી તેની આગળ અક્ષતાદિ સામગ્રીથી સ્વસ્તિક આલેખ્યા. સહુ કોઇએ યથાશક્તિ તેની ઉપર સોનામહોર-રૂપાનાણું વિગેરે ચઢાવ્યા For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ -: શાશ્ર્વત ગિરિ મહિમા : અને ઉલ્લાસપૂર્વક ચૈત્યવંદન કર્યું. મહોત્સવપૂર્વક પૂજા ભણાવી અને બહુ પ્રકારે ગિરિરાજની ભક્તિ કરી. અનુક્રમે સકળ સંઘે ડુંગર ઉપર ચઢવાનું શરૂ કર્યું. રસ્તામાં આવતી સર્વ દહેરીઓની અંદરની પાદુકાઓની કેશર, ચંદન, પુષ્પાદિકથી પૂજા કરી અને વંદન કરતાં કરતાં મુખ્ય ટુંકે પહોંચ્યા. મૂળનાયક શ્રી ઋષભદેવસ્વામીની મનોહર મૂર્તિ નીહાળતાં અપૂર્વ ઉલ્લાસ જાગૃત થયો, રોમેરોમ વિવર થઇ ગયા, જન્મ કૃતાર્થ થઇ ગયો અને સકળ યાત્રાળુસહિત કુમારપાળ ભૂપાળ અને પટ્ટરાણી ભોપળદેવીએ ત્રણ પ્રદક્ષિણા દઇને ભાવપૂર્વક વંદણા કરી, મણિ મોતીના થાળ ભરી ભરીને પ્રભુને વધાવ્યા. યુગાદિદેવ શ્રી ઋષભજિણંદની બહુ પ્રકારે સ્તુતિ કરીને રસના (જીભ) પવિત્ર કર્યા બાદ સૂરજકુંડ અને શેત્રુંજી નદીના નિર્મળ જળથી સ્નાન કરી કુમારપાળ સહિત સર્વેએ પ્રભુપૂજા વિધિપૂર્વક આદરી.પ્રથમ પ્રભુજીને મોરપીંછી વડે પ્રમાર્જીને સુવર્ણના અને રૂપાના કળશો વડે અનેક ધારાથી જળ અભિષેક કર્યો અને મેરૂ શિખર ઉપર ઇંદ્રો પ્રભુને હવરાવીને જેમ લ્હાવો લે છે તેમ અપૂર્વ લાભ લઇને સુકોમળ વસ્ત્ર વડે અંગ લુછીને કેશર, ચંદન, પુષ્પ, ધૂપ, ૨૫ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ - શાશ્વત ગિરિ મહિમા - દીપ, અક્ષત, ળ અને નેવેધની ઉત્તમ સામગ્રીથી પૂર્ણ આલાદ સહિત એકાગ્ર ચિત્તથી અષ્ટપ્રકારી અને સત્તરપ્રકારી પૂજા કરી. એ રીતે પ્રભુની દ્રવ્યપૂજાનો લ્હાવો લીધો. દ્રવ્યપૂજા કર્યા બાદ શ્રી આદીશ્વર દાદાની સન્મુખ સૂરિશ્રી હેમચંદ્રાચાર્ય સહિત કુમારપાળ ભૂપાળ વિગેરે અવગ્રહ સાચવીને ચૈત્યવંદન કરવા બેઠા. શ્રી હેમસૂરિ મહારાજે ચૈત્યવંદન શરૂ કર્યું તેમાં ધનપાળ કવિકૃત “અષભપંચાશિકા” પ્રભુ પાસે અત્યંત આહલાદપૂર્વક કહીને રસના પવિત્ર કરી, તેમજ કુમારપાળ રાજા વિગેરેએ એક ચિત્તથી શ્રવણ કરવા વડે શ્રવણને પવિત્ર કરી આત્માનો ઓર આનંદ અનુભવ્યો. આ વિધિ સંપૂર્ણ થઇ રહ્યા બાદ કુમારપાળ રાજાએ વિનયસહિત ગુરૂ મહારાજને પૂછયું કે“હે સાહેબ ! આપ તો વિદ્વાન, જ્ઞાની, પ્રખર પ્રતિભાશાળી અને કળિકાળસર્વજ્ઞનું બીરૂદ ધરાવનાર છો તેમજ શ્રેષ્ઠ કવિ પણ છો, તો આપને આ શ્રાવકની બનાવેલી (ધનપાળકૃત) પ્રભુસ્તુતિ બોલવાનું શું પ્રયોજન લાગ્યું ? આપે આપની બનાવેલી સ્તુતિ કેમ કહી સંભળાવી નહીં ?” તેના સમાધાન અર્થે શ્રી હેમસૂરિ મહારાજ બોલ્યા કે- “હે રાજન !શ્રી અષભપંચાશિકા ભલે ધનપાળ શ્રાવકની For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ -: શાશ્વત ગિરિ મહિમા : રચેલી છે, પરંતુ તેમાં પ્રભુગુણ, પ્રભુપ્રેમ અને પ્રભુભક્તિની ગુંથણી હૃદયના ઉમળકાથી ભાવપૂર્વક એટલી સરસ રીતે કરેલી છે કે તે પ્રેમ, તે ભક્તિ અને તે ગુણના અમીરસભર્યા ઝરણાં મ્હારામાંથી નીકળવા તદ્દન અશક્ય છે. તે કવિ ધનપાળકૃત સ્તુતિ અને મ્હારી બનાવેલી સ્તુતિમાં હું તો કહું છું કે જેમ એક કોડી અને કંચનમાં, ચંદન અને સુકા ઘાસમાં, રાજા અને સેવકમાં, પાણી અને દુધમાં, મહિષ અને હાથીમાં, સસલા અને સિંહમાં, કીડી અને કુંજરમાં, ખધોત અને સૂર્યમાં, સામાન્યજળ અને ગંગાજળમાં, નિર્ધન અને ધનિકમાં, નિર્ગુણી અને ગુણીમાં તારા અને ચંદ્રમાં, દીપક અને દિનકરમાં, કૃપણ અને દાતારમાં, ખોટા અને સાચા મોતીમાં પીત્તળ અને હેમમાં હરિહરાદિ દેવો અને શ્રી જિનેશ્વર દેવમાં જેમ મહાન અંતર રહેલ છે, ગુણમાં મોટો ફેર રહેલો છે અને તરતમતા રહેલી છે તેવી જ રીતે કવિ ધનપાળ અને મ્હારા માટે સમજી લેવું. ખરેખર કવિ ધનપાળની બરાબરીમાં હું આવી શકું તેમ નથી. કવિ ધનપાળ તો બુદ્ધિ વિશાળ પંડિત પુરૂષ હતા, જેમને શ્રી ૠષભદેવ प्रभु સાથે અપ્રતિમ પ્રેમ, અવિહડ રંગ અને અદ્વિતીય ભાવ જેમ કોયલને સહકાર સાથે, ચાતકને મેઘની ૨૭ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ -: શાશ્વત ગિરિ મહિમા : સાથે અને ગૌતમગણધરને શ્રી વીરપ્રભુની સાથે લાગ્યો હતો તેમ સંપૂર્ણ જામ્યો હતો. એ ભક્તિ-રાગથી તેમણે “ શ્રી ઋષભપંચાશિકા” ઉત્તમ ભાવવાહી શબ્દોમાં રચેલી છે, માટે તે ધનપાળ કવિ તો મહાન પુરૂષની પંક્તિમાં પંકાઇ ગયા છે અને તેમની રચેલી “ૠષભપંચાશિકા” શ્રી ઋષભદેવ સન્મુખ કહેતાં ભક્તિભાવની વિશેષ જાગૃતિ થાય તેમ છે.” જ કુમારપાળ ભૂપાળ અને સર્વ શ્રોતાવર્ગ શ્રી હેમસૂરિ મહારાજની આટલી બધી લઘુતા જોઇ પ્રશંસા કરવા લાગ્યા અને બોલ્યા કે- “જગતમાં જેઓ ગુણના ભંડાર છે તે પુરૂષો સ્વાભાવિક રીતે સ્વગુણની શ્લાઘા બીલકુલ કરતા જ નથી, પરંતુ હંમેશા પરગુણની પ્રશંસા જ કર્યા કરે છે. સન્તપુરૂષો આપબડાઇ કદિ કરતા જ નથી. એમના ગુણો તો આપોઆપ ઝળકી ઉઠે છે અને તેઓ પૂજનીય બને છે. ભલે સાકર ન કહે કે હું સ્વાદમાં ગળી છું પણ તેમાં રહેલી મીઠાશ છાની રહે તેમ નથી. ભલે ચંદન ન કહે કે મ્હારામાં શીતળતા ભરેલી છે પરંતુ તેની શીતળતા તો સ્વાભાવિકપણે પ્રગટ થયા વગર રહે જ નહિ. ભલે અમૃત ન કહે કે મ્હારામાં અનુપમ મીઠાશ છે પરંતુ તેનો મહાન ગુણ અને રસમધુરતા જગતમાં છુપા રહી શકે જ નહિ, તેવી જ રીતે સૂરિશ્રી હેમચંદ્રાચાર્યને ધન્યવાદ ઘટે છે કે જેઓ કળિકાળસર્વજ્ઞનું (૨૮ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ -: શાશ્ર્વત ગિરિ મહિમા : બિરૂદધારી પ્રખર પંડિત પુરૂષ છતાં સ્વગુણની પ્રશંસા નહિ કરતાં લઘુતા બતાવી રહ્યા છે; પરંતુ તેમના ગુણો અને તેમની ઉત્તમતા ઢાંકી રહે તેમ નથી; સ્વયમેવ પ્રગટ થાય છે.” તે વખતે કુમારપાળ મહારાજ શ્રી હેમસૂરીશ્વરના ગુણની સર્વ સમક્ષ પ્રશંસા કરતાં કહેવા લાગ્યા કે- “જેમ તીર્થમાં શ્રી શત્રુંજય તીર્થ, દેવોમાં ઇંદ્ર, હાથીમાં ઐરાવણ, સમુદ્રમાં ક્ષીરસમુદ્ર, રાજાઓમાં રામ, છ આરામાં સુસમસુસમા નામે આરો, શિયળવંતી સ્ત્રીઓમાં સીતા, બાણાવળીમાં અર્જુન, જળમાં ગંગાજળ, સર્વ નારીઓમાં શ્રી મરદેવા માતા, પથ્થરોમાં હીરો, અશ્વોમાં રવિના અશ્વ, પશુઓમાં સિંહ, દુઝાણામાં મહિષી, નાણામાં સોનામહોર, માની પુરૂષોમાં દશાર્ણભદ્ર, દાની પુરૂષોમાં શ્રી શાંતિનાથ ભગવાન અને ભોગી પુરૂષોમાં શ્રી શાલિભદ્ર અધિકપણે શોભે છે તેમ આ સમયે શ્રી હેમસૂરિ મહારાજ શોભી રહ્યા છે. તેમની સરખા અન્ય કોઇ ઉત્તમ યોગી પુરૂષ છે જ નહિ”. હેમ સમો યોગી નહિ, ભાખે કુમર નરિંદ; હેમ કહે હું નહિ ભલો, ભલો તે ઋષભ જિણંદ. ૨૯ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ -: શાશ્વત ગિનિ મહિમા : જસ પદ પુન્ય પસાઉલે, શેત્રુંજાગિરિ હુઓ સાર; રાયણ રૂખે સમોસર્યા, પૂર્વ નવાણુ વાર. હેમસૂરીશ્વર બોલ્યા કે- “હે રાજન્ ! આપ મ્હારી સ્તુતિ કરી મને ભલો કહો છો, પરંતુ તે અયુક્ત ઘટના છે. જગતમાં મ્હારા કરતાં તેમજ સર્વ કરતાં ભલામાં ભલા અનંત ગુણથી ભરેલા, અનંતા જીવોનો ઉદ્ધાર કરવાવાળા, પરમ પુન્યવંત પ્રભુ શ્રી ઋષભજિણંદ છે કે જેમના પુન્યપ્રભાવે શ્રી શત્રુંજયતીર્થ પૃથ્વીતળમાં પંકાણું છે અને જેમણે પૂર્વ નવાણુ વાર આવી, રાયણવૃક્ષ તળે સમવસરી આ તીર્થને પાવન કરેલ છે. એ કારણથી આ રાયણવૃક્ષ પણ પૂજનિક છે, એનો મહિમા પણ અપૂર્વ છે, માટે યુગલાધર્મનિવારક શ્રી આદીશ્વર ભગવાનની ત્રિકરણ યોગે ભક્તિ કરીને અને રાયણવૃક્ષની શીતળ છાયા નીચે બેસી પરમાત્માનું ધ્યાન ધરીને આત્મકલ્યાણ કરી લ્યો.” આ હકીકત સાંભળી કુમારપાળ રાજા વિગેરેએ રાયણવૃક્ષને પ્રદક્ષિણા દઇને આદીશ્વર પ્રભુનાં પગલાની પૂજા કરી. વળી ફરીથી શ્રી ઋષભજિણંદની ભક્તિમાં લયલીન થઇ જઇ અનુપમ આંગી રચી પ્રભુના નવ અંગે નવ લાખની કિંમતના નવ રત્નો મૂક્યાં, સુવર્ણમય એકવીશ ૩૦ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ - શાશ્વત ગિરિ મહિમા - ધ્વજાઓ ચઢાવી, ચામર છત્ર વિગેરે પ્રભુ પાસે ધરી, મણિ, માણેક, મુક્તાળના થાળો ભરી ભરીને અપૂર્વ ઉલ્લાસ વડે પ્રભુને વધાવ્યા અને એકચિત્તે પ્રભુસ્તુતિ બહુ પ્રકારે કરીને પૂરેપૂરો લ્હાવો લીધો. આ રીતે શ્રી જિનેશ્વર ભગવંતની અપૂર્વ ભક્તિ કુમારપાળ રાજાએ કરી તે જોઇને તે વખતે ત્યાં ઉભેલો એક ચારણ બોલી ઉઠ્યો કે- “શ્રી આદીશ્વર દાદાની એક પુષ્પની પૂજા પણ શિવપદવી આપે છે, એટલે ખરેખર શ્રી જિનેશ્વર દેવ તો જગતમાં બહુ જ ભોળા દેખાય છે.” તે ચારણ વળી સ્તુતિ કરતાં બોલ્યો કે- “જગતમાં શ્રી કષભદેવ સમાન પૂજનિક અન્ય કોઇ દેવ નથી અને તે જિનેશ્વર ભગવંતની અપૂર્વ ભક્તિ કરનાર રાજા કુમારપાળ જેવા કોઇ રાજા નથી. ખરેખર હારે તો આજે શ્રી આદીશ્વર ભગવાનના દર્શન અને વળી રાજા કુમારપાળનો મેળાપ થતાં મ્હારા દુઃખ-દારિદ્રરૂપી અંતરાય આજથી જ સર્વનાસી ગયા છે” તેમ કહી તે ચારણ કુમારપાળ ભૂપાળની સ્તુતિ કરતાં કહેવા લાગ્યો કે - દીપક જીમ તું દિનમણિ, તું સાયર તું વીર; કલ્પદ્રુમ જાણી કરી, કિમ જાચું જ કરીર. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ - શાશ્વત ગિરિ મહિમા : કવિતા, મિલે જો ગંગા નીર, તો અવર નીર કાં પીજે; મિલે મિત્ર જો ઉંચ, નીચ સંગતિ કાં કીજે. મિલે પઠંગ પાખર્યો, તો પાળો કુણ દોડે; મિલે જો હીરના ચીર, તો અંગ ખાસર કુણ ઓટે. મિલે છાંય સુરતરૂતણી, બબુલ" કહો કેમ જાઇએ; સુકવિ કહે મંદિર તજી, મઢીમાંહે કહો કુણ રહે ? (૧. પઠંગ - અશ્વ, ૨. પાળો - પગે ચાલતો, ૩. ખાસર - જાડાં-ખાદીના વસ્ત્ર, ૪. સુરતરૂતણી - કલ્પવૃક્ષની, ૫. બબુલ - બાવળની છાયાએ, ૬. મટીમાંહે - ઝૂંપડીમાં.) વળી તે ચારણ બોલ્યો કે- સરોવરનાં મીઠાં જળ મળે તો કુવાનું પાણી મેળવવા મહેનત શું કામ કરીએ ? અને શાલદાલનાં સારાં ભોજન મળે તો કોદરા શા માટે આરોગીએ ? ત્રિલોકનાયક શ્રી અરિહંત સરીખા દેવ મળે. તો અવર દેવની સેવા શા માટે કરીએ ? ઉત્તમ જન-પંડિત પુરૂષની સોબત મળતી હોય તો મૂર્ખના ટોળામાં શા માટે જઇએ ? તેવી જ રીતે ઉદાર ચિત્તવૃત્તિના કૃપાળુ રાજન્ ! આપ જેવા દાનેશ્વરીના દર્શન કર્યા પછી હવે બીજાની યાચના તો શા માટે કરવી જ પડે ?” આ પ્રમાણેની સ્તુતિ સાંભળતાં ) f 0 ( ®) ( ) For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ - શાશ્વત ગિરિ મહિમા :-) કુમારપાળ રાજાએ સંતુષ્ટ થઇને તે ચારણને નવ લાખ ટકાનું દાન દીધું. શ્રી શત્રુંજય તીર્થ ઉપર કુમારપાળ ભૂપાળ મહાના સંઘ કાઢીને આવેલ હોવાથી અનેક પ્રકારની ધામધૂમ ભક્તિપૂર્વક ચાલી રહી હતી. પછી વિધિસર તીર્થમાળની બોલી પણ તે અવસરે બોલવી શરૂ થઇ, જેમાં વામ્ભટ્ટ મંત્રીએ પ્રથમ ચાર લાખ સોનૈયા કહીને શરૂઆત કરી. ત્યારે કુમારપાળ રાજાએ આઠ લાખની ઉછામણી કરી, ફ્રી વાભટ્ટ મંત્રીએ સોળ લાખ કહ્યા તો રાજાજીએ બત્રીશ લાખ કર્યા. આ રીતે તીર્થમાળ પહેરવાની ઉછામણી થતી જાય છે તે વખતે ત્યાં યાત્રાએ આવેલા એક શ્રાવકે એકી સાથે સવા કરોડની બોલી ઉત્સાહપૂર્વક કરી, જે સાંભળતાંની સાથે જ રાજા કુમારપાળે તે શ્રાવકને તુરત જ બોલાવી પાસે બેસાડ્યો, અને તેનો અપૂર્વ ઉત્સાહ અને પ્રેમ-ભાવ જોઇને બહુ જ અનુમોદના કરી. છેવટે સવા ક્રોડની માગણીની બોલી મંજુર થઇ અને તે શ્રાવકને આદેશ આપવામાં આવ્યો. અપૂર્વ ઉત્સાહપૂર્વક સવા કરોડની બોલીથી તીર્થમાળનો આદેશ લેનાર આ શ્રાવક શ્રી મહુવા નગરના હંમંત્રીના પુત્ર શેઠ જગડુશાહ હતા, જેણે તે તીર્થમાળ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ - શાશ્વત ગિરિ મહિમા : લઇને તે લ્હાવો પોતાની માતુશ્રીને લેવરાવ્યો અર્થાત તે તીર્થમાળ સકળ સંઘ સમક્ષ પોતાની માતુશ્રીને પહેરાવી તીર્થભક્તિનો ઉત્તમ લાભ લીધો. અહો ! ધન્ય છે આવા પુત્રને ! કે જેણે આવી માતૃભક્તિ કરી પોતાની માતાનો જન્મારો સળ કરાવ્યો. કવિ ઋષભદાસ કહે છે કે - ચોપાઇ. માતા સમ નહિ તીરથ કોય, સ્વર્ગ મૃત્યુ પાતાલે જોય; જેણે માની પોતાની માય, સકળ તીર્થ ઘર બેઠાં થાય. જેણે માતાએ ઉદર ધર્યો, મળમૂત્ર ધોઇ ચોખ્ખો કર્યો; તે માતાના પૂજે પાય, ગુણ ઉસિંગણ તો નહિ થાય. સોવન બરાબર તોલે જોય, ખંધ ધરી કરે તીરથ સોય; ઇંદ્રમાળ પહેરાવે માય, ગુણ ઉસિંગણ કીમે ન થાય. પગ ધોઇને પાણી પીએ, અમૃત કવળ માતા મુખ દીએ; દેવ ચિવર પહેરાવે જોય, ગુણ ઉસિંગણ તો નહિ હોય. આ રીતે શેઠ જગડુશાહે માતૃભક્તિ નિમિત્તે ઇંદ્રમાળનો અપૂર્વ લ્હાવો લેવરાવી તુરત જ બોલીની કિંમતનું સવા કરોડનું મૂલ્યવાન એક રત્ન ત્યાં જ શ્રી સંઘને આપી દીધું. આ બનાવથી કુમારપાળાદિ સર્વે તેની બહુ પ્રશંસા કરવા લાગ્યા અને શ્રી હેમસૂરિ મહારાજના ઉપદેશથી શ્રી For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ -: શાશ્વત ગિરિ મહિમા : શત્રુંજય તીર્થની યાત્રાનો મહાન લાભ પ્રાપ્ત થવાથી ગુરૂસ્તુતિ કરવા લાગ્યા. શ્રી જૈન ધર્મની અનુમોદના કરતાં કુમારપાળ ભૂપાળ બોલ્યા કે : જૈન ધર્મ વિણ પૃથ્વીરાજ, તેહથી ન સરે એકે કાજ; અરિહંત વિના અલુણું ઘણું, શ્યું કીજે ચક્રવર્તીપણું. આભોગન (ચક્રીતા ભોગ) ચક્રીતણો, પામ્યા અનંતીવાર; જૈન ધર્મ વિના વળી, જાણો સહુ અસાર. આ પ્રમાણે કુમારપાળ ભૂપાળે આહલાદમાં આવી જતાં વિશુદ્ધ ભાવથી શ્રી જૈન ધર્મની પ્રશંસા કરી અને ગુરૂ શ્રી હેમસૂરિ મહારાજને વંદન કર્યું તે સમયે સૂરીશ્વરે રાજાજીના મસ્તક ઉપર હાથ મૂક્યો અને કહ્યું કે“ત્રિભુવનપાળના કુળમાં દીપકસમાન ! તમોને ધન્ય છે ! અહો ! ધન્ય છે ! તમારી પુન્યરાશીને કે તમો જૈન ધર્મરૂપી ચિંતામણિરત્ન પામ્યા ” આ અવસરે રાજા કુમારપાળના મસ્તક ઉપર સૂરિશ્રીએ હાથ મૂકેલો જોઇને ત્યાં ઉભેલો એક ચારણ બોલ્યો કે- ‘ હે પૃથ્વીનાથ ! સાંભળો. જગતમાં આવા પ્રકારની ઘણી વાતો અસંભવિત ગણાય છે. "" મેઘ રૂપ કાળું ધરી, આપે ઉજ્જવળ નીર; પશુ ગાય તરણા ચરે, આપે અમૃત ખીર. ૩૫ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ -: શાશ્વત ગિરિ મહિમા : કસ્તૂરી કાળી સહી, ઉપની માઠે ઠામ; ઉંચો એ પરિમલ બહુ, આવે ઘણાને કામ. મુક્તાળ તેજે વસ્યો, કુંજરતણે કપાળ; નરનારી નૃપતિ ખુશી, તેહનું રૂપ નિહાળ. આ રીતે આ વસ્તુઓમાં જેમ અસંભવિતપણું રહેલું છે તેમ જે ગુરૂ હેમસૂરીંદના પાદમાં સહુ કોઇ શિર ઝૂકાવી નમસ્કાર કરે છે, તે હેમસૂરીંદનો હસ્ત હે રાજન ! આ વખતે આપના મસ્તક ઉપર પડેલો જોઇ મને ખરેખર અસંભવતા જ લાગે છે. આ પ્રકારની ઘટના કરી તે કવિ બોલ્યો કે - હેમ તમારા કર નમું, જીહાં અનંતી દ્વિ; જેહ ચંપ્યા હેઠે મુંહે, તીહાં ઉપને સિદ્ધિ. અર્થાત્ જ્યાં હેમસૂરિ મહારાજનો હસ્ત પડે છે ત્યાં દ્વિના ઢગલા થાય છે અને શ્રી હેમસૂરીશ્વરના હાથ નીચે જે ચંપાય છે એટલે જેના ઉપર સૂરીશ્વરનો હાથ આવી પડે છે તેને તો સર્વ પ્રકારની સિદ્ધિ આવી મળે છે. વળી તે ચારણ હેમસૂરિ મહારાજની સ્તુતિ કરતો કહેવા લાગ્યો કે- “જગતમાં ઘણા પુરૂષો થઇ ગયા છે તેમાં કાંઇને કાંઇ ખોડ-ખામી તો કહેવાણી છે. જેમકે-શુક્રાચાર્ય For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ * શાશ્વત ગિરિ મહિમા : સુરગુરૂ એક આંખે કાણા હતા, સૂર્ય તેજસ્વી છે પરંતુ ઘસાતો જાય છે, ચંદ્રમા ભલે શીતળ છે પણ ગળતો જાય છે, બલિરાજા જો કે બહુબ ળીઓ કહેવાતો હતો છતાં તેને બંધાવું પડ્યું હતું, અર્જુન મહાન્ બાણાવળી તરીકે પંકાણો હતો છતાં વ્યંડળ (નપુંસક) ના રૂપમાં રહેવું પડ્યું હતું, અરણિક મુનિવર કામદેવના ઝપાટામાં ઝંપલાણા હતા, સમુદ્રને મંથાવું પડ્યું, કૃષ્ણ કાળા કહેવાણા, કેશરીસિંહને મેઘગર્જના અસહ્ય લાગવાથી મસ્તક પછાડી મરવું પડે છે, રાવણ બળવાન હતો પરંતુ પરસ્ત્રીહરણના પ્રતાપે મસ્તકરહિત થઇ ગયો, શેષનાગ પૃથ્વીને ઝીલી રહ્યો છે એમ કહેવાય છે પણ તેનામાં ઝેર ભરેલું છે, રાહુ ધડરહિત છે, ચંડરૂદ્ર સૂરિમાં બહુ જ રીસ હતી, બ્રહ્મા પ્રજાપતિ એટલે કુંભાર તરીકે પંકાણા, રહનેમિએ રાજેમતિ પાસે ખોટી યાચના કરી લાંછન લગાડ્યું, ભરત મહારાજાએ લોભને વશ પડી પોતાના બાન્ધવ બાહુબળી સાથે મોટું યુદ્ધ આદર્યું, અષાઢાભૂતિ મુનિએ કપટથી આહાર વહોર્યો, આર્દ્રકુમાર દીક્ષા લીધા પછી ફરીથી સંસારી થઇ પુત્રસ્નેહે સુતરના તાંતણે બંધાતાં બાર વરસ સુધી ગૃહવાસમાં પડી રહ્યા, પાતાળમાં રહેલા કાળીનાગને પણ નથાવું પડ્યું, પાંડવો મહાપરાક્રમી હતા જ ૩૭ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ -: શાશ્ર્વત ગિરિ મહિમા : તો પણ બાર વર્ષ વનવાસ વેઠી એક વર્ષ સંતાવું પડ્યું, દશાર્ણભદ્રને માન અહંકાર આવી ગયો, પ્રસન્નચંદ રાજર્ષિ જેવા દુર્ધ્યાને ચડી ગયા, નંદીષેણે સ્ત્રીવલ્લભ થવાનું નિયાણું બાંધ્યું, કંડરીક સંયમથી પતિત થયા, સનકુમાર ચક્રવર્તીને રૂપનો મદ થયો, સેલગસૂરિ યોગથી મુક્ત થયા, નંદીપેણે વેશ્યાને ત્યાં રહી ચારિત્ર ખંડિત કર્યું, બાહુબળી માનરૂપી વેલડીએ વીંટાઇ ગયા, કયવન્ના શેઠ મોહથી પરઘરે પડ્યા રહ્યા, ઢઢણમુનિ જેવાને આહારની મુશ્કેલી પડી, ગજસુકુમાળના મસ્તક પર સોમિલ સસરે અંગારા ભર્યા, નળરાજા દ્યુતના વ્યસની થયા, ભીમ બહુ જ જબ્બર પુરૂષ તરીકે પંકાયેલ છતાં રસોઇયા તરીકે રહેવું પડ્યું અને હરિશ્ચંદ્ર જેવા સત્યવાદીને નીચને ઘરે પાણી ભરવું પડ્યું. આ રીતે કાંઇ ને કાંઇ ખામીનો અનુભવ ઉપર્યુક્ત દ્રષ્ટાંતોમાં જણાઇ આવે છે.” વળી ગુરૂ શ્રી હેમસૂરિની સ્તુતિ કરતાં તે ચારણ કહેવા લાગ્યો કે : હેમ સમો મુનિવર નહિ, જેણે પ્રતિબોધ્યો રાય; જલચર થલચર જીવની, તેં કીધી રક્ષાય. પંખીને પરાભવ નહિ, જેહને મસ્તક હેમ; ૩૮ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ -: શાશ્વત ગિરિ મહિમા : ચારણ કહે તુમ દરિશણે, મુજને હુઓ બહુ પ્રેમ. આ રીતે તે ચારણની બહુ પ્રકારની સ્તુતિ સાંભળી કુમારપાળ રાજાએ ખુશી થઇને તે ચારણને પણ નવ લાખ ટકાનું દાન દીધું અને ઉત્તમ કપડાં વિગેરેની પહેરામણી કરી સંતુષ્ટ કર્યો. હવે સકળ સંઘ અને હેમસૂરિ મહારાજ સહિત સંઘપતિ કુમારપાળ શ્રી શત્રુંજયની પાંચમી ટુંક જે ગઢગિરનારના નામથી સુપ્રસિદ્ધ છે ત્યાં જવા માટે પાલીતાણા નગરથી નીકળ્યા. રસ્તામાં ગામેગામ શ્રી જિનેશ્વરદેવને જુહારતાં અનુક્રમે ગિરનારજી પહોંચ્યા અને ગિરિવરને નિહાળતાં જ મોતીના થાળ ભરી ભરીને વધાવવા લાગ્યા. પછી સકળ સંઘ સહિત સંઘપતિ કુમારપાળ અને ગુરૂ શ્રી હેમસૂરીંદ્ર વિગેરેએ ગિરનાર તીર્થ ઉપર ચડવું શરૂ કર્યું. તે સમયે તે પર્વત સહેજ ચલાયમાન થયો. અહિં કવિ ઋષભદાસ ઘટના કરતા જણાવે છે કે “શ્રી ગિરનાર પર્વત ઉપર આજે આવા ઉત્તમ પુન્યશાળી પુરૂષનાં પગલાં પોતાની ઉપર પડવાથી પાવન થયાના હર્ષના આવેશમાં આવી જઇને નાચ્યા કરે છે. ખરેખર જ્યાં મહાન પુરૂષનો અવતાર થાય તે નગરને પણ ધન્ય છે, તેમજ આવા પર્વતને પણ ધન્ય છે ૩૯ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ નિઃ શાશ્વત ગિરિ મહિમા : કે જ્યાં પવિત્ર પુરૂષનાં પગલાંનો સ્પર્શ થયા જ કરે છે.” કુમારપાળ ભૂપાળે ગિરિપ્રકંપનું કારણ પૂછતાં સૂરિમહારાજે કહ્યું કે- “આ ગિરિ ઉપર ચડતાં માર્ગમાં ‘કોટિશિલા ને છત્રશિલા' નામની બે શિલાઓ આવે છે, તે બે પુન્યશાળી પુરૂષોના સાથે ચડવાથી કદાચ પડે એવી વૃદ્ધજનોની વાણી છે, તે માટે આપણે આગળ-પાછલ ચડવું યુક્ત છે” તે સાંભળી વિનયવંત કુમારપાળ રાજાએ સૂરિમહારાજને પ્રથમ ચડવાનું કહ્યું અને તેઓ પાછળ પાછળ ચઢ્યા. અનુક્રમે શ્રી ગિરનારજી ઉપર ચઢીને શ્રી નેમિનાથ ભગવાનને ભાવથી ભેટી અષ્ટદ્રવ્યની ઉત્તમ સામગ્રી સહિત અતિ આહલાદવડે સંપૂર્ણ ભક્તિભાવથી સકળ સંઘ સાથે કુમારપાળ મહારાજાએ પ્રભુપૂજા કરીને પોતાના જન્મને કૃતાર્થ કર્યો. શ્રી હેમસૂરિ મહારાજે ઉપદેશ દ્વારા જણાવ્યું કે વસુધાનું ભૂષણ તે સહી, ખરી સંપદા તેહની કહી; જગમાં જીવ્યા તે પરમાણ, સંઘપતિ તિલક ધરાવે જાણ. શ્રી ગિરનારનું વર્ણન કરતાં ગુરૂમહારાજે જણાવ્યું કે- આ રેવતાચળ શ્રી શત્રુંજયની પંચમગતિદાયક પાંચમી ટુંક શાસ્ત્રમાં કહેલી છે અને તેનું નામ પ્રથમ આરે શ્રી ૪૦ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ઃિ શાશ્વત ગિરિ મહિમા : કલાસગિરિ, બીજે આરે શ્રી ઉજ્જયંતગિરિ, ત્રીજે આરે શ્રી રેવતગિરિ, ચોથે આરે શ્રી સ્વર્ણગિરિ અને પાંચમે આરે ગઢ ગિરનાર એ રીતે સુપ્રસિદ્ધ છે. છઠ્ઠા આરામાં તે નંદભદ્રગિરિના નામથી ઓળખાશે. આ રીતે શ્રી ગિરનારજી સંબંધી હકીકત જાણી કુમારપાળ ભૂપાળ અતિ હર્ષિત થયા અને ગુરૂ મહારાજને પૂછયું કે- “હે સ્વામિન્ ! આ વજરત્નમયી પ્રતિમા કોણે અને ક્યારે ભરાવી ?” ગુરૂમહારાજે કહ્યું કે- “આ ભરતક્ષેત્રને વિષે ગત ચોવીશીમાં ત્રીજા શ્રી સાગર તીર્થકરના સમયે ઉજ્જયિની નગરીમાં નરવાહના નામે રાજા રાજ્ય કરતો હતો. તેના ઉધાનમાં શ્રી સાગર તીર્થકર એક વખતે સમવસર્યા. તે વધામણી સાંભળી નરવાહન રાજા સકળ જનસહિત વંદન કરવા નીકળ્યા, અને યથાવિધિ વંદન કરીને યોગ્ય સ્થાનકે બેસી તીર્થકર મહારાજની અમૃતમય દેશના તેણે સાંભળી. પછી વિનયસહિત બે હસ્ત જોડી પૂછવા લાગ્યા કે- “હે સ્વામી ! હું ક્યારે કેવળજ્ઞાન પામીશ ?” ત્યારે શ્રી સાગરજિનેશ્વર બોલ્યા કે- “હે નરવાહન રાજા !તમે આવતી ચોવીશીમાં શ્રી નેમિનાથ પ્રભુના સમયે કેવળી થશો.” નરવાહન નૃપતિએ વૈરાગ્યમય શ્રી જિનવાણી ૪૧ For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ નિઃ શાશ્વત ગિરિ મહિમા :- સાંભળીને તરતજ સંસારની અસારતા સમજી દીક્ષા અંગીકાર કરી અને વિશુદ્ધપણે ચારિત્ર પાળી કાળધર્મ પામી બ્રહ્મદેવલોકને વિષે દશ સાગરોપમના આયુષ્યવાળા ઇંદ્ર થયા. ત્યાં ઉત્પન્ન થતાં જ આ સુરપદવી શાથી પ્રાપ્ત થઇ ? એ અવધિજ્ઞાનવડે જાણીને શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિ કરવા અને પોતાના આત્માનો પણ ઉદ્ધાર કરવા બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુની વજરત્નની પ્રતિમા ભરાવી પોતાના દેરાસરમાં પધરાવી. પછી બહુ કાળપર્યત તેની પર્યુપાસના-સેવા કરી. ભવને અંતે પોતાનું અલ્પ આયુષ્ય બાકી રહ્યું છે એમ સમજીને તે ઇંદ્ર આ વજમય નેમિનાથની પ્રતિમાં જ્યાં એ પ્રભુના દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ એ ત્રણે કલ્યાણક થવાના હતા એવા પવિત્ર ગિરિ શ્રી રેવતાચળમાં પધરાવવાનો નિશ્ચય કર્યો. સ્વર્ગમાંથી પ્રતિમા લઇને તે ઇંદ્ર ગિરનારજી પર્વત ઉપર આવ્યા અને વજવડે તેને ખોદીને ભૂમિમાં રૂપાનું મનોહર મંદિર બનાવ્યું અને તેને ત્રણ ગભારા કર્યા, જેમાં રત્નના, મણિના અને સુવર્ણના એ રીતે ત્રણ બિંબની સ્થાપના કરી અને આગળ સુવર્ણનું પબાસણ કરીને તેની ઉપર વજમયી નેમિનાથની પ્રતિમાની સ્થાપના કરી. ૪૨ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ - શાશ્વત ગિરિ મહિમા :-) તે ઇંદ્ર આયુ સંપૂર્ણ કરી ત્યાંથી સંસાર પરિભ્રમણ કર્યા બાદ શ્રી નેમિનાથ તીર્થકરના સમયે મહાપલ્લિ દેશને વિષે ક્ષિતિસાર નામે નગરમાં પુન્યસાર નામે રાજા થયો, જેના પુન્યના આકર્ષણથી શ્રી નેમિનાથ ભગવાન ત્યાં આવીને સમવસર્યા. તે વધામણી સાંભળી પુન્યસાર રાજા તરત જ પ્રભુને વંદન કરવા આવ્યા.પ્રભુની દેશના સાંભળી મિથ્યાત્વ પરિણતિનો ત્યાગ કરીને તે શુદ્ધ શ્રાવક થયા અને પ્રભુ પાસેથી પોતાનો પૂર્વભવ સાંભળી ગઢગિરનાર જઇને બહુ પ્રકારે પ્રભુભક્તિ કરી. પાછો પોતાના નગરમાં આવી સંસારને અસાર સમજી વૈરાગ્યવાસિત ચિત્ત થવાથી પોતાના પુત્રને રાજગાદી ઉપર બેસાડી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી અનેક પ્રકારના તપ તપી અષ્ટ કર્મોને ખપાવીને મુક્તિપદ પ્રાપ્ત કર્યું. આ રીતે બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના ત્રણે કલ્યાણક અત્રે થવાથી આ ગિરિ અને આ બિંબ ત્રણે લોકમાં પૂજનિક છે. પુન્યસારના મોક્ષે ગયા બાદ અનુક્રમે આ ગિરનારજી તીર્થ ઉપર એક લેપમય બિંબની સ્થાપના થઇ હતી.” શ્રી હેમસૂરિ મહારાજે આગળ વર્ણન કરતાં જણાવ્યું કે- “શ્રી નેમિનાથ ભગવાનના નિર્વાણ પછી નવ સો વર્ષથી For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ - શાશ્વત ગિરિ મહિમા :-) કાંઇક અધિક વર્ષ વીત્યા બાદ શ્રી કાશમીર દેશનો રત્ન નામનો શ્રાવક પવિત્ર તીર્થ શ્રી ગિરનારની યાત્રા કરવા આવ્યો. દર્શન કર્યા બાદ પ્રભુપૂજા કરવા માટે રત્નશ્રાવકે વિધિવત સ્નાન કર્યું અને પછી ઉત્તમ પ્રકારની સામગ્રી લઇને પ્રભુની જળપૂજા કરવામાં તલ્લીન બની જળ-કળશ ભરીને પ્રભુનું પ્રક્ષાલન કરવું શરૂ કર્યું. તે જળની ધારા બિંબ ઉપર પડતાં જ તે લેપમય બિંબ ગળી ગયું. આ જોતાં તે રત્ન શ્રાવક મનમાં ઘણો જ ખેદ પામ્યો અને આ રીતની પ્રભુની મહાન આશાતના થવાથી તે શ્રાવક ત્યાં જ ચાર આહારનો ત્યાગ કરીને બેઠો. એ રીતે તેને સાઠ દિવસના ઉપવાસ થયા. તે તપશ્ચર્યાના આકર્ષણથી શ્રી અંબિકાદેવી પ્રસન્ન થઇને ત્યાં આવ્યા અને તે રનશ્રાવકને કહ્યું કે - હે વત્સ !ખેદ કરવાનું કાંઇ કારણ નથી. આ લેપમય બિંબ ગળી ગયું તે સ્થાને બ્રશ્ચંદ્રના કરેલા ભૂમિચેત્યમાં સુવર્ણના પબાસણ ઉપર પધરાવેલી વજમયી પ્રતિમા છે તે લાવીને અહિં પધરાવ.” પછી તે રત્નશ્રાવકે દેવીવચનાનુસાર આ વજયી પ્રતિમા ત્યાંથી લાવીને અહીં પધરાવી છે જે ત્રણ જગતમાં સર્વને પૂજનિક છે. અન્ય શાસ્ત્રમાં પણ કહેલ છે કે“વામન અવતારને વિષે વિષ્ણુએ બલિરાજાને બાંધવા સારૂ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ - શાશ્વત ગિરિ મહિમા : શ્રી રેવતાચળ ઉપર આવીને શ્રી નેમિનાથની આરાધના કરી હતી.” આ પ્રમાણે શ્રી ગિરનારજી તીર્થનું અપૂર્વ માહાભ્યા શ્રી હેમસૂરિ પાસેથી સાંભળીને કુમારપાળ રાજાના હૃદયમાં હર્ષનો પાર રહ્યો નહિ અને ઉલ્લાસમાં આવીને બહુ ભક્તિ ભાવપૂર્વક પ્રભુસેવા કરી પોતાનો જન્મ કૃતાર્થ કર્યો. પછી તીર્થમાળ પહેરવાનો અવસર આવ્યો, તે વખતે રકમની ઉછામણી બોલાતાં સવાકરોડની બોલીથી તે આદેશ પણ શેઠ જગડુશાહે લઇને પોતાની માતાના ગળામાં ઇંદ્રમાળ પહેરાવી તેને એ અતિ ઉત્તમ લ્હાવો લેવરાવ્યો. શેઠ જગડુશાહે સવા કરોડની બોલીથી જે આદેશ લીધો હતો તેનાં દામ ચૂકવવા માટે પ્રથમની માફ્ટ સવા કરોડનું મૂલ્યવંત એક રત્ન કુમારપાળ ભૂપાળની આગળ વિનયપૂર્વક રજુ કર્યું. તે વખતે આશ્ચર્ય પામીને રાજાજીએ પૂછયું કે- “શેઠજી ! આવાં અમૂલ્ય રત્નો આપને ક્યાંથી મળ્યાં છે ?” તેના જવાબમાં જગડુશાહે નિવેદન કર્યું કે“શ્રી મહુવા નગરીમાં હંસરાજ મંત્રી નામે હારા પૂજ્ય પિતાશ્રીને પુન્યયોગે આવાં પાંચ રત્નો પ્રાપ્ત થયાં હતાં, જેમાંના ત્રણ રત્નો સંઘભક્તિ કરવા નિમિત્તે તીર્થયાત્રામાં ૪પ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ - શાશ્વત ગિરિ મહિમા : ખર્ચવા તેમનો ખાસ ઇરાદો હતો અને એ માટે હૃદયમાં તેમને ઉંચી ભાવના પણ હતી, પરંતુ કાળની વિષમ ગતિ હોવાથી એ પ્રકારની તેમની મનની ઇરછા મનમાં જ રહી ગઇ. એટલે એ કાર્ય કરવાની અભિલાષા સળ થયા પહેલાં એમનું સ્વર્ગગમન થવાથી એ પાંચ રત્નો હારી પાસે આવ્યા. હારા સ્વર્ગસ્થ પૂજ્ય પિતાશ્રીની ઇરછાનુસાર તેમાંનાં ત્રણ રત્નો પૈકી બે રત્નો તો શ્રી શત્રુંજય તીર્થ અને શ્રી ગિરનારજી તીર્થમાં આ રીતે વપરાણા છે અને એક રત્ન દેવપત્તન (પ્રભાસપાટણ) વાપરવાનું છે, બાકીના બે હારા નિર્વાહ નિમિત્તે રાખવાનું તેઓશ્રી માવી ગયેલા છે.” શેઠ જગડુશાહે કુમારપાળ મહારાજાએ કરેલી તીર્થયાત્રા અને સંઘભક્તિ જોઇને હર્ષપૂર્વક વિનંતિ કરી કે“કૃપાળુ રાજાજી ! આ તે બન્ને મૂલ્યવંત રત્નો હું આપની પાસે ભેટ ધરું છું, તો આપશ્રી તેનો જરૂર સ્વીકાર કરશો.” આ પ્રકારનો પ્રેમભાવ જોઇ કુમારપાળ બોલ્યા કે- “જગતમાં જગડુશાહને ખરેખર ધન્યવાદ ઘટે છે કે જેણે પોતાના પિતાશ્રીની જે ઇચ્છા હતી તે ભાવપૂર્વક પૂરી પાડી, તીર્થતુલ્ય પોતાની માતુશ્રીને ઉત્તમ લ્હાવો લેવરાવ્યો અને મૂલ્યવંત ત્રણ રત્નોનો સવ્યય કરી હજુ નિર્વાણનિમિત્તના બે રત્નો For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ - શાશ્વત ગિરિ મહિમા :-) પણ પ્રેમપૂર્વક અને ભેટ ધરી દે છે.” આ રીતે કહીને રાજાજીએ જગડુશાહને પોતાની પાસે બેસાડી રત્નો લેવા માટે ના પાડી; પરંતુ જગડુશાહનું દિલ દુખાતું જોઇને તે રત્નનો સ્વીકાર કરી છેવટે રાજાજીએ અઢી કરોડ રૂપિયા આપી જગડુશાહનો બહુ રીતે સત્કાર કર્યો. આ રીતે કુમારપાળ રાજા શ્રી શત્રુંજય અને શ્રી ગિરનારજી તીર્થની સંઘ સહિત યાત્રા કરી સંપૂર્ણ લાભ લઇને અનુક્રમે શ્રી પાટણપુરીમાં પાછા પધાર્યા. તે વખતે બહોંતેર સામતાદિની સામેયામાં હાજરી હતી. એ રીતે બહુ જ ધામ ધુમ અને હર્ષપૂર્વક નગરપ્રવેશ કર્યો. પછી સુપુત્યે શાશ્વતી અઠ્ઠાઇના શુભ દિવસોનો સુયોગ પ્રાપ્ત થવાથી દેવતાઓ જેમ નંદીશ્વરદ્વીપમાં જઇ અષ્ટાનિકા મહોત્સવપૂર્વક શ્રી જિનભક્તિ કરે છે તે રીતે બહુ જ મહોત્સવપૂર્વક કુમારપાળ મહારાજાએ પાટણપુરીમાં અઠ્ઠાઇ મહોત્સવ શરૂ કરાવ્યો અને તન-મન-ધનથી ઉત્તમ પ્રકારે લ્હાવો લઇને આત્મોન્નતિની સાથે શાસનોન્નતિ કરી. રાસકર્તા કવિ ઋષભદાસજી કહે છે કે : સકળ કામ કુમારે કર્યા, રાખ્યું જગમાં નામ; નિત્ય સેવા કરે ગુરૂતણી , મુખ બોલે ગુણગ્રામ, ૪). For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ નિઃ શાશ્વત ગિરિ મહિમા : એક સમયે શ્રી હેમસૂરિ મહારાજ શ્રી વીરપ્રભુનું ચરિત્ર વાંચતા હતા અને કુમારપાળ ભૂપાળ આદિ સભા એક ચિત્તે મધુરી દેશનાનું પાન કરતી હતી, જેમાં જગતપ્રભુ શ્રી મહાવીર ભગવાનની પ્રતિમાનો સંબંધ આવતાં અભયકુમારે વિનયવડે તે સમયે પ્રભુ શ્રી મહાવીરસ્વામીને પૂછેલું કે - “હે કૃપાળનાથ ! આ જીવિતસ્વામીની પ્રતિમા કેટલા કાળ સુધી પૂજાશે ? અને છેવટે તે પ્રતિમા ક્યાં જશે ?” આ પ્રશ્નના ઉત્તરમાં અનંતજ્ઞાનના ધણી પ્રભુ શ્રી વીર ભગવાન બોલ્યા કે- “આગળ એક કુમારપાળ નામે રાજા થશે જે વિત્તભયપાટણથી આ પ્રતિમા અણહિલપુરપાટણમાં લાવી ત્રિકાળપૂજા કરશે.” આ રીતે સભાસમક્ષ શ્રી વીરચરિત્ર દ્વારા શ્રી હેમસૂરિ પાસેથી આવી અદ્ભુત હકીકત સાંભળી કુમારપાળ રાજા હૃદયમાં બહુ જ હર્ષિત થઇને બોલ્યા કે- “અહો ! અહો ! મ્હારૂં પુચ પ્રબળ દીસે છે કે હું શ્રી વીરપ્રભુની રસનાએ ચડ્યો, તેમજ હું ભાગ્યશાળી લેખાઉં કે શ્રી વીરભગવાને દેવ, મનુષ્ય અને તિર્યંચની મોટી સભામાં અભયકુમાર મંત્રી પાસે હારૂં નામ ઉચ્ચાર્યું.” પછી હર્ષના આવેશમાં કુમારપાળ ભૂપાળ બોલ્યા કે : ૪૮ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ નિઃ શાશ્વત ગિરિ મહિમા : સળ થયો હારો અવતાર, વીરે કીધી મ્હારી સાર; રસના ચડીયું મુજ નામ, તો સહી સિધ્યાં મ્હારાં કામ. ત્યારબાદ ગરૂમહારાજને “એ પ્રતિમા ક્યાં છે ?' એ હકીક્ત પૂછતાં શ્રી વીત્તભયનગરમાં એ પ્રતિમા જણાવતાં કુમારપાળ રાજાએ જલ્દી પોતાના સેવકોને ત્યાં મોકલ્યા અને આડંબરસહિત વિધિપૂર્વક તે પ્રતિમા પાટણપુરીમાં લાવી, પોતાના ખર્ચે રત્નનું દેરાસર કરાવી મહોત્સવપૂર્વક તે જીવિતસ્વામીની પ્રતિમા તેમાં પધરાવી. પછી હંમેશા અષ્ટદ્રવ્યની સામગ્રી સહિત ભાવપૂર્વક તે ભક્તિ કરવા લાગ્યા અને પ્રભુની ભેટથી-પ્રભુના દર્શનથી હૃદયમાં આફ્લાદનો પાર રહ્યો નહિ. એટલે કે જેમ કોઇ દરિદ્રીને ચિંતામણિ રત્ન મળતાં, જેમ કોઇ બૂડતાં માણસને વહાણ મળી જતાં, જેમ ગરમીથી આકુળવ્યાકુળ થનારને અમૃતનો કુંડ મળતાં અને જેમ ભૂખ્યાને ખીરખાંડના મિષ્ટ ભોજના મળતાં તેના આનંદનો પાર રહે નહિ તેમ એ પ્રતિમાને જોઇને કુમારપાળ રાજાના હૃદયમાં આનંદ આનંદ થઇ રહ્યો. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ -: 91184 Bila areal : dan evento de maternal For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂજ્ય આચાર્યશ્રીના પ્રકાશિત થયેલા પ્રકાશનો રૂાં. પૈસા પુસ્તક જીવવિચાર (ત્રીજી આવૃત્તિ) દંડક નવતત્વ (ત્રીજી આવૃત્તિ) કર્મગ્રંથ-૧ * કર્મગ્રંથ-૨ * કર્મગ્રંથ-૩ (ત્રીજી આવૃત્તિ) કર્મગ્રંથ સત્તાપ્રકરણ * ઉદય સ્વામિત્વ * કર્મગ્રંથ-૪ ભાગ-૧* કર્મગ્રંથ-૪ ભાગ-૨ * કર્મગ્રંથ-૫ ભાગ-૧ * કર્મગ્રંથ-૫ ભાગ-૨ * લઘુ સંગ્રહણી * જીવવિચાર-દંડક-લઘુ સંગ્રહણી (બીજી આવૃત્તિ) ૧૫ કર્મગ્રંથ-૫ ભાગ-૩ * ૧૬ કર્મગ્રંથ-૫ ભાગ-૪* ૧૭ કર્મગ્રંથ-૧ તથા ૨ (બીજી આવૃત્તિ) ૧૮ કર્મગ્રંથ-૬ ભાગ-૧ * ૧૯ કર્મગ્રંથ-૬ ભાગ-૨ * ૨૦ કર્મગ્રંથ-૬ ભાગ-૩ * ૨૧ કર્મગ્રંથ-૬ ભાગ-૪ * ૨૨ કર્મગ્રંથ-૬ ભાગ-૫ * પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી For Personal & Private Use Only ૩૦-૦૦ ૪-૦૦ ૪૦-૦૦ ૬-૦૦ ૭-૦૦ ૩૬-૦૦ ૧૦-૦૦ ૧૫-૦૦ ૪૦-૦૦ ૧૫-૦૦ ૧૫-૦૦ ૧૫-૦૦ ૬-૦૦ ૪૦-૦૦ ૪૫-૦૦ ૧૮-૦૦ ૩૮-૦૦ ૨૧-૦૦ ૪૦-૦૦ ૩૧-૦૦ ૩૫-૦૦ ૩૮-૦૦ Page #57 -------------------------------------------------------------------------- ________________ રૂ. પૈસા ક્રમ ૨૩ ૨૪ ૩૫-૦૦ ૨૪-૦૦ ૭૦-૦૦ ૨ ૨ ૬૫-૦૦ ૨ ૭૫-OO - જે છે વિવેચન વિવેચન × ૧૬-૦૦ ૨૦-૦૦ ૧૫-૦૦ ૧૬-૦૦ ૧૬-૦૦ ૨૧-૦૦ ૨૬-૦૦ ૪-૦૦ ૪ પુસ્તક કર્મગ્રંથ-૬ ભાગ-૬ : પ્રશ્નોત્તરી કર્મગ્રંથ-૬ ભાગ ૭ ૧૮ * પ્રશ્નોત્તરી કર્મગ્રંથ-૪ ભાગ ૧ર પ્રશ્નોત્તરી કર્મગ્રંથ-૫ ભાગ ૩+૪ પ્રશ્નોત્તરી કર્મગ્રંથ-૫ ભાગ ૧ર પ્રશ્નોત્તરી જીવવિચાર (બીજી આવૃત્તિ) વિવેચન નવતત્વ (બીજી આવૃત્તિ) વિવેચન કર્મગ્રંથ-૧ ચૌદ ગુણસ્થાનક શ્રી જ્ઞાનાચાર શ્રી જંબૂસ્વામિ ચરિત્ર * દુર્બાન સવરૂપ દર્શન (બીજી આવૃત્તિ) શ્રી જિનપૂજા શ્રી શત્રુંજય માહાત્મ-સર્ગ-૧ આંતરશત્રુઓ * ધર્મને ભજો આશાતના તજો * અનુભવવાણી સૂરિરામની ભાગ-૧ અનુભવવાણી સૂરિરામની ભાગ-૨ કલિકાળના કોહીનુર (જૈનેતરની દ્રષ્ટિએ) કર્મગ્રંથ-૬ વિવેચન ભાગ-૧ બાસઠ માર્ગણાને વિષે નામકર્મ સંવેધ વર્ણન ભાગ-૧ બાસઠ માર્ગણાને વિષે નામકર્મ સંવેધ વર્ણન ભાગ-૨ શ્રી અરિહંત પરમાત્માનું સ્વરૂપ કર્મગ્રંથ-ર વિવેચન કર્મગ્રંથ-૩ વિવેચન છે s છે ૧૦-૦૦ ? ૧૪-૦૦ - ૧૪ પ ૭-૦૦ ૩૮-૦૦ ૩૮-૦૦ ૧૪-૦૦ ૪૮-૦૦ ૫૦-૦૦ ૫૦-૦૦ ૧૨-૦૦ ૨૦-૦૦ ૧૮-૦૦ ૧૮ ૨૦ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ક્રમ પુસ્તક કર્મગ્રંથ-૪ વિવેચન સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-ઉપદેશામૃત * સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-ઉપદેશામૃત પ્રત-૧ સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-તીર્થયાત્રાનો વાસ્તવિક હેતુ-ભાગ-૧ પ્રત-૨ સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-તીર્થયાત્રાનો વાસ્તવિક હેતુ-ભાગ-૧ * સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-તીર્થયાત્રાનો વાસ્તવિક હેતુ-ભાગ-૨-પ્રત-૩ સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-પુસ્તક-૩ તીર્થયાત્રાનો વાસ્તવિક હેતુ-ભાગ-૨* ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-શ્રી આચારાંગ સૂત્રના વ્યાખ્યાનો ભાગ-૧-પ્રત-૪ સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-શ્રી આચારાંગ સૂત્રના વ્યાખ્યાનો ભાગ-૨-પ્રત-૫ કર્મગ્રંથ-૧ વિવેચન (નવી આવૃત્તિ) સૂરિરામની વાણી જ્ઞાનરત્નોની ખાણી શ્રી આચારાંગ સૂત્રના વ્યાખ્યાનો ભાગ-૩ પ્રત-૬ શ્રી જિનનું દર્શન-વંદન-પૂજન શ્રી કલ્પસૂત્રના વ્યાખ્યાનો પ્રત-૭ શ્રી પર્યુષણાષ્ટાન્તિકાના વ્યાખ્યાનો પ્રત-૮ શ્રી કલ્પસૂત્રના વ્યાખ્યાનો (હિન્દી લીપી) પ્રત-૯ શ્રી પર્યુષણાષ્ટાન્તિકાના વ્યાખ્યાનો (હિન્દી લીપી) પ્રત-૧૦ કર્મગ્રંથ-૫ વિવેચન જીવવિચાર વિવેચન (નવી આવૃત્તિ) * For Personal & Private Use Only રૂાં. પૈસા ૩૨-૦૦ ૩૮-૦૦ ૪૫-૦૦ ૪૨-૦૦ ૫૦-૦૦ ૩૦-૦૦ ૫૫-૦૦ ૪૦-૦૦ Page #59 -------------------------------------------------------------------------- ________________ રૂ. પૈસા પુસ્તક નવતત્વ વિવેચન (નવી આવૃત્તિ) ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ (નવી આવૃત્તિ) ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ (નવી આવૃત્તિ) ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ (નવી આવૃત્તિ) દિંડક વિવેચન જીવતત્વ-અજીવ તત્વ વિવેચન નમસ્કાર મહામંત્રનું સ્વરૂપ જીવવિચાર વિવેચન શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારનો પ્રભાવ પુણ્યતત્વનું સ્વરૂપ શ્રી અષ્ટપ્રકારી પૂજાનું વર્ણન છ આવશ્યકના રહસ્યો પ૬૩ જીવભેદને વિશે જ્ઞાનદ્વારનું વર્ણન અઢાર દોષોથી રહિત શ્રી અરિહંત પરમાત્મા આવશ્યક ક્રિયાના સૂત્રોનાં રહસ્યોનું વર્ણન મુહપત્તિ (મુખવસ્ત્રિકા)ના પચાસ બોલોનું વર્ણન કર્મબંધ વિવેચન વર્ણન ૧૫૦-૦૦ ૯૦-૦૦ ૮૫-૦૦ ૯૦-૦૦ ૭પ-૦૦ ૩૫-૦૦ ૨૦-૦૦ ૮૦-૦૦ ૨૦-૦૦ ૩૦-૦૦ ૪૦-૦૦ ૪૬. ૪૭. ૪૮. ૫૦. ૩૦-૦૦ ૨૦-૦૦ ૩૫-૦૦ ૫૨. ૫૩. ૩૫-૦૦ ૫૪. ૫૫. પદ. ૮૦-૦૦ ૨૦-૦૦ પપ-૦૦ ૧૨-૦૦ પાપતત્વ ૫૭. શાશ્વત ગિરિ મહિમા * આ નિશાનીવાળા પુસ્તકો અલભ્ય છે. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ 1 کرد / પદાર્થ દર્શન ટ્રસ્ટ અમદાવાદ For Personal & Private Use Only