Page #1
--------------------------------------------------------------------------
________________
sabada\2nd proof
શઉદે શહદે શાળા
આવૃત્તિ : પ્રથમ મૂલ્ય : ૧૫-૦૦ ©
PRAVACHAN PRAKASHAN, 2006
(પ્રાપ્તિસ્થાન
મુનિ શ્રીવૈરાગ્યરતિવિજયજી
પૂના : પ્રવચન પ્રકાશન
૪૮૮, રવિવાર પેઠ, પૂના-૪૧૧૨ ફોન : ૦૨-૩૨૯૨૨૦૬૯, મો. ૯૮૯૮૦૫૫૩૧૦
Email : Pravachan Prakashan@vsnl.net અમદાવાદ : અશોકભાઈ ઘેલાભાઈ શાહ
૨૦૧, ઓએસીસ, અંકુર સ્કૂલની સામે, પાલડી, અમદાવાદ-૩૮૦૭
ફોન : ૦૭૯-૨૬૬૩૩૦૮૫, મો. ૯૩૨૭૦૭૫૭૯ મુંબઈ : ચંદુભાઈ વી. શાહ
૩, પુષ્પાંજલી, ગૌશાળા લેન મલાડ (ઇસ્ટ), મુંબઈ-
૪ ૦૯૭. ફોન : ૨૮૮૩૪૯૧૭, મો. ૯૮૧૯૮૧૦૫૦૩ સેવંતીલાલ વી. જૈન ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઈ - ૪0000
ફોન : ૨૨૪૦૪૭૧૭, મો. ૯૮૨૦૧૭૪૦૮૧ અક્ષરાંકન : વિરતિ ગ્રાફિક્કસ, અમદાવાદ-૩૮૦૦૧૬
ફોન : ૦૭૯-૨૨૬૮૪૦૩૨
પ્રવચન પ્રકાશન
Page #2
--------------------------------------------------------------------------
________________
sabada 2nd proof
પ્રાશકીય -
ધારદાર વિચારમુદ્રા •
| વિ. સં. ૨૦૬૧ના ડીસા (નેમનાથનગર) વર્ષાવાસ દરમ્યાન પૂજય મુનિપ્રવર શ્રીવૈરાગ્યરતિવિજયજી મ.એ લલિતવિસ્તરા શાસના આધારે પ્રવચનો આપ્યા હતા.
અનેક અજૈન મહાનુભાવોએ પણ આ પ્રવચનોનું રસપાન કરીને ધન્યતા અનુભવી હતી.
‘દિવ્યભાસ્કર' દૈનિકની બનાસકાંઠા આવૃત્તિમાં એ પ્રવચનોના આંશિક અવતરણો પ્રગટ થયાં. પ્રસ્તુત પુસ્તિકા એ અવતરણોનો સંગ્રહ છે.
દિવ્યભાસ્કરના તત્કાલીન સ્થાનિક પ્રતિનિધિ શ્રી તપન જયસ્વાલ આ અવતરણો પ્રકાશિત કરવામાં નિમિત્ત બન્યા છે. તેમનો આભાર.
શ્રી કનુભાઈ આચાર્યના પણ અમે આભારી છીએ. તેમણે લખેલ “રઘુવંશી અલખના આરાધકો' પુસ્તકમાંથી પૂજય મહારાજ સાહેબોનો પરિચય ઉદ્ધત કરવામાં આવ્યો છે.
વ્યાખ્યાન અને વાચના દ્વારા મનનું પરિવર્તન કરનારા શબ્દો વાંચન બનીને ચિરંજીવ અસર નીપજાવતાં હોય છે. સૂત્રો આપણને અર્થનો બોધ આપે છે. અર્થ આપણને પ્રભુશાસનનાં અંતરંગ રહસ્ય સુધી લઈ જાય છે. પ્રવચનકાર સૂત્રો દ્વારા રહસ્ય સુધી લઈ જાય છે. એક જ સૂત્રનાં અગણિત રહસ્યોનું પ્રકાશન કરે તે પ્રવચન કહેવાય. મારા વડીલબન્યુ પૂજ્ય મુનિરાજ શ્રીવૈરાગ્યરતિવિજયજી મ.નાં પ્રવચનોનું આ અવતરણ છે.
+ વિષયનો સંપૂર્ણ અભ્યાસ + વિવિધલક્ષી વાંચનનો વિનિયોગ, + સ્પષ્ટ અને સ્વસ્થ રજૂઆત,
તેમનાં વ્યાખ્યાનોને જીવંત બનાવી રાખે છે. શ્રોતાઓની સંખ્યા અને શ્રદ્ધા વધતી જ રહે છે. વ્યાખ્યાનના મુખ્ય મુદ્દાઓનું પ્રકાશન દિવ્યભાસ્કરની સ્થાનિક આવૃત્તિમાં રોજેરોજ થતું. જૈનોમાં અને હિંદુઓમાં એનું રસપૂર્વક વાંચન થતું. અલબત્ત, આ પ્રવચનોનું અવતરણ છે તેથી વિશેષ પ્રવચનોનું સાર-સંગ્રહણ છે. આત્માને પરેશાન કરનારી અનેક સમસ્યાઓનો ઉકેલ આ શબ્દોમાંથી જડે છે.
એક તત્ત્વચિંતનશીલ સાધુપુરુષની ધારદાર વિચારમુદ્રા અહીં સાંપડે છે. પાને પાને મહોરતી આ સુવાસ, જીવનની ક્ષણે ક્ષણે મહોરશે તે દિવસનો સૂરજ સોનાનો હશે. બળેવ | વિ.સં. ૨૦૬૨
- પ્રશમરતિવિજય જુહૂ - મુંબઈ
- પ્રવચન પ્રકાશન
Page #3
--------------------------------------------------------------------------
________________
પરિચય -
આચાર્ય રજનીશજીને સુરેશભાઈ ભાયાણીએ કહ્યું કે “મને સમાધિનો અનુભવ નથી થતો, તમે મને સમાધિમાં લઈ જાઓ.’’
આચાર્ય રજનીશજી સાધકોને હિપ્નોટિઝમ દ્વારા સંમોહિત કરીને સાધનામાં લઈ જાય છે તેવું સુરેશભાઈએ સાંભળ્યું ત્યારે એમને થયું કે આપણે પણ ત્યાં જવું અને સાધનાપથ ઉપર આગળ વધવું.
ભારતભરમાં એ સમયે વૈચારિક ક્રાંતિમાં આચાર્ય રજનીશજી છવાઈ ગયેલા. એમનો મુખ્ય આશ્રમ પૂનામાં અને સુરેશભાઈ હરિદાસ ભાયાણી પૂના એર હોમ નામની રેડિયોની દુકાન ચલાવે. એ પોતે ઍન્જિનિયર હતા. ટેલિવિઝન હજુ દેશમાં પા પા પગલી ભરતું હતું, એ જમાનામાં તેમણે કલર ટી.વી.નો કોર્સ કરેલો. મગજ ટૅકનિકલ, પણ અંદરની જિજ્ઞાસા એવી કે જંપીને બેસવા ન દે. ધંધો ચલાવતાં ચલાવતાં સમાજસેવા કરે. કોઈને ત્યાં લગ્ન હોય તો પહોંચી જાય. કોઈનું મૃત્યુ થાય ત્યાં અગ્નિસંસ્કારના કાર્યક્રમમાં હાજર રહે. સામાજિક સેવા કરે, પણ અંદરનું જગત શાંત થાય નહીં. એટલે તેઓ રજનીશજીના આશ્રમમાં જવા લાગ્યા. આચાર્ય રજનીશજીનાં પ્રવચનો સાંભળે એ પછી રજનીશજી બધાને સમાધિમાં લઈ જવા માટેની પ્રક્રિયા કરે, તેમાં જોડાય. સામૂહિક નૃત્ય, સમૂહ હાસ્ય. એ બધું ચાલે.
sabada\2nd proof
કોઈ રડે...કોઈ ખડખડાટ હસે...કોઈ કપડાં ફાડી નાખે...કોઈ બેહોશ બની જાય. રજનીશજી એને ખાલી થવાની પ્રક્રિયા કહે છે. પણ આવો અનુભવ સુરેશભાઈને થાય નહીં. જેને સહજ સમાધિ ના ચડે તેને રજનીશજી દ્વારા હિપ્નોટીઝમ કરીને સમાધિ લઈ જવામાં આવે છે, તેવી વાતો પૂનામાં ચર્ચાય, એટલે તેમણે પણ આવો સવાલ રજનીશને કર્યો.
સામાન્ય લોકો જેને સંમોહન કે હિપ્નોટીઝમ કહે છે, તે જ પ્રક્રિયાને રજનીશજી ‘શક્તિપાત’ તરીકે ઓળખાવતા હતા. જાણીતી ઝેન કથા છે તે મુજબ જ્યાં સુધી અંદર ભરેલું હોય ત્યાં સુધી બીજું ભરાય નહીં. ‘અંદર બાહ્ય જગતના ખ્યાલો છે, એને ખાલી કરો' એવું કંઈક રજનીશજીને કહ્યું હશે. પણ તેમણે શક્તિપાત દ્વારા સુરેશભાઈને એ અનુભૂતિ ના કરાવી જે તેઓ ઝંખતા હતા.
એ સમયે જૈનધર્મના આચાર્ય ભગવંતોમાં અગ્રસ્થાન ધરાવતા આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ વિહાર કરતા પૂના પધારી રહ્યા હતા. પૂના પાસેના ગામમાં એક જૈન દહેરાસરની પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. ત્યાં કાયકાદીય ગૂંચ ઊભી થયેલી, તેને કારણે કોર્ટ સુધી પ્રશ્ન ઘસડી જવાય એવા સંજોગો ઊભા થયા, ત્યારે સુરેશભાઈને બોલાવવામાં આવ્યા. સુરેશભાઈ ઍન્જિનિયર હોવા છતાં કાયદાકીય બાબતોના નિષ્ણાત હતા. આચાર્ય મહારાજ સાહેબ શાસ્ત્રીય કારણસર પ્રતિષ્ઠા કરવા રાજી ન હતા. મહારાજ સાહેબ સાથે તેમણે ચર્ચા કરી. ત્યારે મહારાજ
Page #4
--------------------------------------------------------------------------
________________
સાહેબની શાંત મક્કમતાએ સુરેશભાઈને આકર્ષ્યા. સિદ્ધાંત માટે પોતાના જ ભગવાનની પ્રતિષ્ઠા કરવાની ના કહે તેવી વ્યક્તિ સુરેશભાઈએ પહેલીવાર જોઈ. આખરે સહુને ધર્મના નિયમો સમજાવી આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા કરાવી. આચાર્ય મહારાજ સાહેબનું ચોમાસું પૂના થયું ત્યારે સુરેશભાઈ તેમના સત્સંગમાં, વ્યાખ્યાનવાણી શ્રવણ કરવા નિયમિત જવા લાગ્યા. આચાર્ય મહારાજની ધીર-ગંભી૨-પ્રસન્નમુદ્રા તેમના માનસપટ પર છવાઈ ગઈ. એમનું દર્શન થતાં જ તેમને અંદર પરમ શાંતિનો અનુભવ થતો.
આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ એકસો એકવીસ (૧૨૧) શિષ્યો અને ૨૫૦ પ્રશિષ્યોના ગુરુપદે હતા. તેમના સમુદાયમાં ૮૦૦ સાધ્વીજી મહારાજ હતા. હજારો અનુયાયીઓ માટે તેઓ પ્રલંબ વડલા સમા હતા. જૈનધર્મની સર્વોચ્ચ ગણાય તેવી ગચ્છાધિપતિ પદવી તેઓ ધરાવતા.
સુરેશભાઈની અંદર પ્રશ્નો જ પ્રશ્નો હતા. જગત શું ? ઈશ્વર શું ? ધર્મ શું ? સુખ શું ? હું કોણ ? મહારાજ સાહેબના વ્યાખ્યાનમાં ઘણીવાર પ્રશ્નો પૂછે. ઘણીવાર એવા પ્રશ્નો પૂછે કે મહારાજ સાહેબ કદાચ ઉત્તર નહીં આપી શકે તેવું લાગે, પણ મહારાજ સાહેબ સ્વસ્થચિત્તે તમામ પ્રશ્નોના ઉત્તર આપે. ઘણા ઉત્તરો એવા કે મનનું સમાધાન થઈ જાય. મહારાજ સાહેબની વાત સુરેશભાઈનાં હૈયાને સ્પર્શવા લાગી. રજનીશજીના સમાધિ - પ્રયોગની અસર જે હૃદયને ન થઈ તેને આચાર્ય મહારાજના શબ્દોની જાદુઈ અસર થઈ. તેમને એ શબ્દોમાં સચ્ચાઈનો રણકાર સંભળાતો.
sabada\2nd proof
તેમણે આચાર્યશ્રીને કહ્યું, ‘મહારાજ સાહેબ ! મને તમારા ધર્મમાં રસ છે.’ આચાર્ય મહારાજે તેમને જવાબ આપ્યો, ‘‘જૈનધર્મ કેવળ સમજવાનો નહીં, જીવવાનો ધર્મ છે.’’ સુરેશભાઈએ કહ્યું ‘‘તમારી વાત મારાં હૃદયમાં ઉતરશે તો એ રીતે જીવવા હું તૈયાર છું.’’
એ પછી સુખની ચર્ચા થઈ. સુરેશભાઈ સમજતા હતા કે સુખ શરીર દ્વારા મળે. ધર્મ જાણ્યો ત્યારે સમજાયું કે સુખ મન પાસેથી મળે છે. પણ મહારાજ સાહેબે કહ્યું કે “સુખ આત્મામાંથી મળે છે.” અને તેમણે સમજાવ્યું કે, “આત્મા સુધી પહોંચાય તો ભગવાન બનવાની શક્તિ આવે.” જ્યારે આચાર્ય રજનીશજી, ‘હા, મૈં માવાન હૂઁ’એવી ઉક્તિ વારંવાર બોલીને ખળભળાટ મચાવી રહ્યા હતા ત્યારે મહારાજ સાહેબે કહ્યું કે “આત્મા જાગે તો પરમાત્મા બની શકાય.'' જૈનધર્મગ્રંથોના પારગામી આચાર્ય મહારાજ સાહેબે સુરેશભાઈને દઢ વિશ્વાસ અપાવ્યો કે આત્મા સુધી પહોંચી શકાશે.
સુરેશભાઈ દ્વારકા પાસે ઓખાના લોહાણા ઠક્કર. તેમના પિતાશ્રી હરિદાસ ભાયાણી દુષ્કાળને કારણે ઓખા છોડીને પૂના આવેલા. દોરીલોટો લઈને નીકળેલા પરિવારે પૂનામાં દુકાન જમાવી હતી. ઘણા ઠક્કરો પુષ્ટિમાર્ગી વૈષ્ણવ ધર્મ પાળે છે. ભાયાણી કુટુંબ પણ એ ધર્મ પાળે.
આચાર્યશ્રી વલ્લભાચાર્યજી દ્વારા કૃષ્ણની વિશેષ ઉપાસનારૂપે શરૂ થયેલ આ પંથમાં આચાર-વિચાર અને આહાર-વિહારના કડક નિયમો છે. જનોઈ ધારણ થાય.
Page #5
--------------------------------------------------------------------------
________________
sabada\2nd proof
મહારાજ સાહેબના સંસર્ગમાં આવ્યા પછી સુરેશભાઈ જૈનધર્મનાં વ્યાખ્યાનોમાં જવા લાગ્યા. દહેરાસરે દર્શન માટે જાય, પૂજા કરે. પૂજા કરીને આવે ત્યારે સુરેશભાઈનાં કપડામાંથી પણ કેસરની વાસ આવે. એ ઘરમાં ન ગમે.
સુરેશભાઈના ધર્મપત્ની જયાબેન ચુસ્ત વૈષ્ણવધર્મ પાળે. હવેલીમાં જાય. ઘરમાં વલ્લભાચાર્યનો ફોટો રાખે. જયાબેને સંતાનોને બ્રહ્મસંબંધ પણ અપાવેલો. કંઠી પણ પહેરાવેલી. સુરેશભાઈ આચાર્ય શ્રીવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબનો ફોટો લઈ આવ્યા. ઘરમાં બીજા ફોટા પણ હતા. ગંગાજી, જમનાજી અને શ્રીનાથજીના. નાનકડું મંદિર. એમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ હતી. નવો ફોટો મૂકવાની જગ્યા નહીં. એટલે તેમણે ટેલિફોન ડિરેક્ટરીનાં કવરમાં ફોટો મૂક્યો. આ બધાને કારણે ઘરમાં વિવાદ પણ થાય. પણ સુરેશભાઈ મક્કમ. ધીરે ધીરે જૈનધર્મ તરફ તેમનાં ડગલાં પ્રયાણ કરી રહ્યાં હતાં. કુટુંબની વર્ષો જૂની માન્યતાઓ, પરંપરાઓ અને શ્રદ્ધાને તોડીને નવો માર્ગ સ્વીકારતા જે કશ્મકશ થાય, તે થઈ. પિતાજી હરિદાસ ભાયાણી, તેમના બીજા પુત્ર અનિલભાઈ બધાને આ ન ગમતું. સુરેશભાઈના મનમાં થયું કે સુખી થવું હશે તો સંસાર છોડવો પડશે.
સુરેશભાઈનાં જીવનનો ક્રમ સાવ બદલાઈ ગયો. ખાવાના શોખીન સુરેશભાઈ સાદું ભોજન કરે. પગમાં ચંપલ પહેરવાનું પણ છોડી દીધું. સાવ સાદાં કપડાં ધારણ કરે. ટી.વી.ના મેનેજર તરીકે મોટા હોદ્દાની ઑફર આવી એ પણ ઠુકરાવી દીધી. ટીવી રીપેર
કરવા જાય તોય સાયકલ ઉપર. ઘરમાં રસોઈનું મેનુ બદલાઈ ગયું. મહારાજ સાહેબ વાપરે તેવી રસોઈ બને.
આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ ચોમાસું પાટણમાં હતાં ત્યારે તેઓ પાટણ આવ્યા. ચાર મહિના પાટણ રહ્યા. દીક્ષા લેવાનો સંકલ્પ મજબૂત બન્યો. તેમણે પોતાનો આ નિશ્ચય તેજપાલભાઈ નામના મિત્રને કહી સંભળાવ્યો. તેજપાલભાઈએ મહેન્દ્રભાઈને વાત કરી. મહેન્દ્રભાઈ પૂનામાં જૈનધર્મ ગ્રંથોની ઊંડી સમજ આપતા. તેમના વક્તવ્ય સાંભળવા ઘણા લોકો આવતા. તેજપાલભાઈએ મહેન્દ્રભાઈનો પરિચય સુરેશભાઈ સાથે કરાવ્યો. સુરેશભાઈની દીક્ષા લેવાની ભાવના જોઈ મહેન્દ્રભાઈએ તેમને કહ્યું, ‘તમે એકલા દીક્ષા શા માટે લો છો ? મારા બે દીકરા પણ દીક્ષા લેવા તૈયાર છે. તમારા ત્રણ પુત્રોને પણ સાથે લો તો છ દીક્ષા એક સાથે થાય.”
સુરેશભાઈમાં વૈરાગ્ય ભાવના ખૂબ પ્રબળ હતી. એમને આ વાત સ્પર્શી ગઈ. સુરેશભાઈને ત્રણ પુત્રો હતા. ભૂપેશ, અમિત અને પ્રકાશ. અમિત નવમાં ધોરણમાં અભ્યાસ કરે પ્રકાશ સાતમામાં. રાજુ અને ટીનના લાડકા નામે ઓળખાય. સુરેશભાઈ તેમને પણ મહેન્દ્રભાઈના વર્ગોમાં લઈ આવે. બંને સંતાનોની અભ્યાસ કારકિર્દી ઉજ્જવળ. શિક્ષકોમાં, વિદ્યાર્થીઓમાં અને કુટુંબમાં સહુના લાડકા. સમાજ તરફથી, સ્કૂલ તરફથી, વરસોવરસ ઇનામો મેળવેલા. અભ્યાસ સિવાયની ઈતર પ્રવૃત્તિમાં પણ આગળ પડતા.
Page #6
--------------------------------------------------------------------------
________________
sabada\2nd proof
મહેન્દ્રભાઈનાં વ્યાખ્યાનો સાંભળતાં અમિત (રાજુ) અને પ્રકાશ (ટીનુ)ને પણ સંસાર છોડીને દીક્ષાર્થી બનવાનો વિચાર આવવા લાગ્યો. સમાજ અને કુટુંબ સાથે બહુ મોટો સંઘર્ષ કરીને પૂનાથી અમદાવાદ મહારાજ સાહેબ પાસે સુરેશભાઈ બંને કિશોરો સાથે આવ્યા. એક વર્ષ સુધી તેમની સાથે રહ્યા. જયારે આચાર્ય શ્રીવિજયરામચંદ્ર-સૂરીશ્વરજી મહારાજ સાહેબને લાગ્યું દીક્ષા માટે બંનેની મનોભૂમિ પરિપકવ છે. ત્યારે સુરેશભાઈ, અમિત અને પ્રકાશ ત્રણેયને એક સાથે દીક્ષા આપી.
સુરેશભાઈનું દીક્ષિત તરીકે મુનિ શ્રીસંવેગરતિવિજયજી મહારાજ સાહેબ નામ રાખવામાં આવ્યું. અમિતનું નામ મુનિશ્રી વૈરાગ્યરતિવિજયજી મહારાજ સાહેબ અને પ્રકાશનું નામ મુનિશ્રી પ્રશમરતિવિજયજી મહારાજ સાહેબ રખાયું.
મુનિશ્રી સંવે ગરતિવિજયજી મહારાજ સાહેબ અમદાવાદમાં સ્થાયી નિવાસ કરે છે. પ્રવચનકાર બંધુબેલડી તરીકે પ્રસિદ્ધ મુનિશ્રી વૈરાગ્યરતિવિજયજી મહારાજ સાહેબ અને મુનિશ્રી પ્રશમરતિવિજયજી મહારાજ સાહેબ-એ સાત વર્ષ સુધી પરમ પૂજય આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસે રહીને જૈન ધર્મનો ઊંડો અભ્યાસ કર્યો. જૈન-જૈનેતર પંડિતો પાસે દર્શનશાસ્ત્ર અને સાહિત્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ગુરુની કૃપા દ્વારા વ્યાખ્યાનશક્તિ પણ હાંસલ કરી.
એ પછી છેલ્લા દસ વર્ષથી તેઓ ધર્મપ્રચારાર્થે વિહાર કરી રહ્યા છે. તેમણે નવસારી, વાપી, નાસિક, કરાડ, કલકતા,
નાગપુર, મંચર, અમદાવાદ અને ડીસામાં ચાતુર્માસ કરેલ છે.
યુવાશક્તિને ધર્મ માર્ગે વાળવાની કળા તેમણે હસ્તગત કરી છે. સંધ્યાભક્તિ દ્વારા ભગવાનની ભક્તિમાં તરબોળ કરાવી શકે છે. તેમનાં સાંનિધ્યમાં અનેકવિધ સમાજોદ્ધારક કાર્યો થતા રહે છે.
- પૂજય મુનિરાજશ્રી વૈરાગ્યરતિ મહારાજ સાહેબે ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો છે. સંસ્કૃત ભાષામાં ઘણા ગ્રંથોનું સંપાદન કરેલ છે. તેઓ સંસ્કૃતમાં લખે પણ છે અને દર્શન શાસ્ત્રોને તથા અઘરા સંસ્કૃત ગ્રંથોને ઉકેલવાની સારી હથોટી ધરાવે છે. એમના સંપાદિત ગ્રંથો ખૂબ આવકાર પામ્યા છે.
પૂજય મુનિરાજશ્રી પ્રશમરતિવિજયજી મહારાજ સાહેબ સાહિત્યમાં ઊંડો રસ ધરાવે છે. સંસ્કૃતમાં કાવ્યસર્જન અને ગુજરાતીમાં પણ ધાર્મિક પુસ્તકો તેમણે લખ્યાં છે. ‘‘સાધુ તો ચલતા ભલા” પુસ્તક–જેમાં તીર્થયાત્રાનું ભાવનાત્મક વર્ણન કરેલ છે– ખૂબ આવકાર પામ્યું છે. એ સિવાય ક્રોધને જીતવાનો માર્ગ, પ્રસન્નતાની પાંખો, અનહદની આરતી, વંદના વગેરે પુસ્તકો પ્રસિદ્ધ થયા છે.
લોહાણા સમાજના એક જ પરિવારના આ ત્રણ સંતો આપણી વચ્ચે આજે પણ હયાત છે. એ આપણા સહુનું સદ્ભાગ્ય છે.
‘હાશ’ ૩, વિજયપાર્ક સોસાયટી
હાઈવે, ડીસા
કનુભાઈ આચાર્ય (‘રઘુવંશી અલખના આરાધકો’
માંથી સાભાર)
Page #7
--------------------------------------------------------------------------
________________
-
યુવેમી
—
શ્રીમતી નયનાબેન પ્રકાશભાઈ વારિયાનાં
પત આયંબિલની અનુમોઆર્કે
શ્રીપ્રકાશભાઈ હીરાલાલ ચુનીલાલ વારિયા ડીસાવાળા પુત્રો - ચંદ્રેશ-પરીશા,
પુત્રીઓ - સેજલ-તિમિર,
આયુષી, અનુષી, આશ્રી,
નિકેશ-સપના
કાજલ-મનીષ
શુન
અનુસંધાન
૧ બીજાને સાંભળતા શીખો, બીજાને સંભાળતા શીખો
૨ અભિમાન કાર્ય કરતા વધુ તક્લાદી છે
૩ દોષષ્ટિ અને દૃષ્ટિદોષ અભિમાનની નીપજ છે
૪ અભિમાન તમામ પાપનું મૂળ છે
૫ સ્વાર્થ શુભભાવનાને લાગેલા કેન્સર જેવો છે
૬ અભિમાનથી મુક્ત બનવાનો ઉપાય ઃ પ્રતિભાવ બદલો
૭ પ્રસન્નતાનું મૂળ છે : સરળતા
૮ બુદ્ધિને પવિત્ર કરવાની તાકાત શ્રદ્ધામાં છે
૯ સાચી વાતનો આગ્રહ
૧૦ આધ્યાત્મિક સફળતાનાં પાંચ સૂત્રો
૧૧ ધર્મનો પ્રેમ જ સાથી પ્રસન્નતાનું મૂળ છે
૧૨ સંક્લા અને સમર્પણ વિના સાધના થતી નથી
૧૩ આસક્તિ આપણી તમામ સમસ્યાઓનું મૂળ છે ૧૪ વિચારપરિવર્તનનાં ત્રણ સૂત્રો
૧૫ પવિત્ર મન પરમાત્માના અસ્તિત્વનું પ્રમાણપત્ર છે ૧૬ પરમાત્મા જીવનને પ્રસન્ન બનાવે છે
૧૭ પ્રાપ્તિને નહીં પાત્રતાને જુઓ
૧૮ પાત્રતા વિના સાધના ફળતી નથી
૧૯ સફળતા આજના યુગનો જીવનમંત્ર છે
૨૦ સફળતાને સુખ માની લેવું ભૂલ છે
૨૧ સફળતા અને સુખ વચ્ચે તફાવત છે
૨૨ સફળ થવું છે ? તો ગુણલક્ષી બનો
૨૩ સારી વાત બુદ્ધિથી હૃદય સુધી પહોંચતા જ વાર લાગે છે
૨૪ જીવને શિવ સાથે જોડી આપતો સંબંધ : મૈત્રી
૨૫ આવેશ કરવાની આદતથી મન અપવિત્ર બને છે
3
૬
9
E
૧૦
૧૧
૧૨
» ૐ ૐ
૧૪
૧૬
૧૩
૧૯
૨૦ ૨૧
૨૨
૨૩
૨૪
૨૫
Page #8
--------------------------------------------------------------------------
________________
sabada\2nd proof
૨૬ ધર્મ સંવેદનાનો રખેવાળ છે ૨૭ નિંદા દુર્જનતાની નિશાની છે ૨૮ પ્રાર્થના દ્વારા સર્જાયેલું પુણ્ય પરનિંદાથી ધોવાઈ જાય છે ૨૯ શ્વાસ જતા વિશેષ હોય તે વિશ્વાસ 3૦ સારી વાત આયરણમાં આવે તો સારપ દૂર નથી ૩૧ પ્રેમ ક્રતા વિશ્વાસ વધુ મહત્વનો છે ૩૨ જિજ્ઞાસા વિશ્વાસની જનની છે. ૩૩ સત્ય તરફ ધ્યાન દોરે તે સદ્ગર 3૪ સદ્ભર આત્મા અને પરમાત્મા વચ્ચેનો સેતુ છે ૩૫ શાસ્ત્ર એક શબ્દના અનંત અર્થ બતાવે, ગુરુ જીવંત અર્થ બતાવે ૩૬ જે શિષ્ય બને તેને માટે પરમાત્મા દૂર નથી ૩૩ વિનયના સહારે વિયાને જીતી શકાય છે ૩૮ સમયનું સમાયોજન શાંતિને નજર સામે રાખીને ક્રો ૩૯ માણસને માણસ પર વિશ્વાસ ન હોય તે ણતા છે ૪૦ સંપત્તિ દરતાં સમય અને શક્તિનું પ્રદાન શ્રેષ્ઠ છે. ૪૧ ખરાબ શબ્દ બીજાના મનને પછી બગાડે છે
બોલનારના મનને પહેલા બગાડે છે ૪૨ ધર્મ વિયારોમાં નથી આત્મામાં છે ૪૩ જે વિચારને જીતે છે તે જીવનને જીતે છે. ૪૪ મનને એકાગ્ર wવા ધર્મ બહુ ઉપયોગી છે ૪૫ એકાગ્રતાથી વિચારશક્તિ મજબૂત બને છે ૪૬ સફળતા અને નિષ્ફળતાને સહજતાથી સ્વીકારો ૪૩ સંયોગોને સારા બનાવે તે સફળ ૪૮ લોકપ્રિયતાનું મૂળ સદાચાર છે ૪૯ સદ્ભાવ અને સમભાવને કેન્દ્રમાં રાખીને થતું
વર્તન લોકપ્રિય બનાવે છે ૫૦ જીવન શા માટે જીવવું છે ? પ૧ લક્ષ્ય-નિર્ધારણ
૫૨ સંસાનું યથાર્થ-દર્શન ૫૩ સુખને એક અવસર આપો ૫૪ સુખ-દુ:ખ આશીર્વાદ છે અભિશાપ નથી પપ ઉગતી પ્રજાના ઘડવૈયાઓને ૫૬ મર્યાદા તને લાખ લાખ નમસ્કાર ૫૩ મા-બાપને ભૂલશો નહીં ૫૮ ક્રોધના ફળ ડવા હોય છે ૫૯ સીતા અને દ્રૌપદી. ૬૦ જીવનનું લક્ષ્ય નક્કી ક્રવા યુવાની શ્રેષ્ઠ તબક્કો છે ૬૧ ક્ષમાપના જીવનનો અને ધર્મનો પ્રાણ છે ૬૨ માણસ જીવન માટે નથી ખાતો, જીભ માટે ખાય છે ૬૩ પાપ કરીને બૂલ ન રે તે પાપી છે. ૬૪ માંગણી વિનાની લાગણીની અભિવ્યક્તિનું નામ પ્રાર્થના ૬૫ મૃત્યુ અને મહોત્સવ
Page #9
--------------------------------------------------------------------------
________________
sabada\2nd proof
બીજાને સાંભળતા શીખો બીજાને સંભાળતા શીખો
અભિમાન જતા વધુ તક્લાદી છે
માનવ તરીકે આપણને ત્રણ વિશેષ શક્તિ મળી છે. વિચાર શક્તિ, વિવેકશક્તિ, સંવેદનશક્તિ.
વિચાર શક્તિ પાયો છે. વિચાર જ ન હોય અથવા વિચારોમાં સારપ ન હોય તો વિવેક કે સંવેદના અનુભવાતી નથી. સાત અબજની માનવવસ્તીમાં આજે સારા માણસોનો દુકાળ છે. તેનું કારણ સારા વિચારોનો દુકાળ છે. વિચારશક્તિને ખીલવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે, સાંભળવાની કળા. સાંભળવાની શક્તિ મળે અને સારું સંભળાવનાર મળે તો જીવન નંદનવન બની શકે છે. પર્સનાલિટી ડેવલપર ગુરુઓ કહે છે, ‘સારો વક્તા તે જ બની શકે જે સારો શ્રોતા હોય. સંગીત શીખવાનો નિયમ છે પહેલા કાનસેન બનો પછી તાનસેન બનો.’ જીવનમાં સારા વિચારો આવી શકે, જો સારું સાંભળવાની આદત રાખી હોય. અજ્ઞાન-આગ્રહ કે આળસને કારણે માણસ સાંભળવાનું ગુમાવે છે. ગુજરાતી પ્રજાને સાંભળવાની આદત કરતા સંભળાવી દેવાની આદત વધારે છે. કુટુંબમાં કુસંપ, સમાજમાં મતભેદ વગેરે પ્રશ્નોનું મૂળ–સાંભળવાની આદત નથી, તે છે. સંભળાવી દેવાની આદત ઝઘડા કરાવે છે. સાંભળી લેવાની આદત ઝઘડા અટકાવે છે. જીવનને પ્રસન્ન બનાવવું હોય તો બે કામ કરજો .
બીજાને સાંભળતા શીખો. બીજાને સંભાળતા શીખો.
ધર્મની શરૂઆત વંદનાથી થાય છે. વંદન એટલે મનને ઊંધુ કરી ખાલી કરવું. કપમાં ભરેલી ચા ખાલી કર્યા વિના નવી ચા ભરી શકાતી નથી તેમ મનમાંથી સંસારને ખાલી કર્યા વિના પરમાત્માનું અવતરણ થતું નથી. વંદન એટલે પરમાત્માને અંતરમાં પધારવાનું આમંત્રણ.
મનને વંદનના ભાવથી દૂર રાખનારો મહાદોષ છે અભિમાન. અભિમાન એટલે આપણે આપણી જાત વિશે કરેલી ખોટી ધારણા. “હું શ્રીમંત છું’ ‘બુદ્ધિશાળી છું’ એવી ધારણા અભિમાન છે. અભિમાન object નથી. કેવળ કલ્પના છે. અભિમાન મનને ખોટી કલ્પનાથી ભર્યા કરે છે. મનને ખાલી કરવાનો ચાન્સ જ આપતું નથી. ભગવાન કહે છે : ‘અભિમાન કાચ કરતાં પણ વધુ તકલાદી છે.' તમારું અભિમાન જો તમે તોડતાં નથી તો બીજા તોડી નાંખે છે. બીજા કદાચ ન તોડે તો પણ મોત તો તોડી જ નાંખે છે. અભિમાન રાજા રાવણનું કે દુર્યોધનનું પણ રહ્યું નથી.
मान करे तीनो गये धरम धन और वंस । ना माने तो देख ले रावण कौरव कंस ॥
Page #10
--------------------------------------------------------------------------
________________
sabada 2nd proof
૩
દોષદૃષ્ટિ અને દૃષ્ટિદોષ અભિમાનની નીપજ છે
અભિમાન તમામ પાપનું મૂળ છે
અભિમાની વ્યક્તિ ક્યારેય સારા ભાવ કેળવી શકતો નથી. વિચારો ને બદલી શકવાની નબળાઈ અભિમાનનું લક્ષણ છે. પોતાના વિચારોની ખોટી પક્કડને કારણે વ્યક્તિ પામવાને બદલે ગુમાવે છે. દુર્યોધને પાંડવોને રાજ્ય નહીં આપવાની જિદ કરીને સારા માણસોનો સદ્દભાવ ગુમાવ્યો હતો. અભિમાની માણસનો સ્વભાવે સંસેટીવ હોય છે. તેને નાની નાની બાબતોમાં ખોટું લાગી જાય છે, જરાક અમથી બાબતમાં ઓછું આવી જાય છે. અભિમાન ઉગ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે વાતવાતમાં બીજાને કારણ વગર સલાહ આપવાની આદત પડી જાય છે. અભિમાની વ્યક્તિની વાણીમાં કર્કશતા હોય છે, સતત ફરિયાદ અને નારાજગી હોય છે. અભિમાન ઝેર જેવું છે. અભિમાની વ્યક્તિ બીજા ગુણોને પણ દુર્ગુણમાં ફેરવી નાંખે છે. અભિમાની માણસ પ્રેમ કરશે તો અધિકારભાવના રાખશે. જેને પ્રેમ કરશે તેને જ પીડશે. અભિમાન સાથે જોડાયેલી સફળતા ખોટી મહત્ત્વાકાંક્ષામાં ફેરવાઈ જાય છે. અભિમાની માણસનું જ્ઞાન પ્રદર્શનમાં ફેરવાઈ જાય છે. અભિમાની માણસના વિચારો હંમેશા કંપિટેટિવ (શરતી) કેલક્યુલેટિવ (ગણતરીપૂર્વકના) અને કંપલ્સીવ (ફરજી) હોય છે. દોષદૃષ્ટિ અને દૃષ્ટિદોષ અભિમાનની નિપજ છે. બીજા બધા જ દોષો કરતા અભિમાન વધુ ખરાબ છે. કેમ કે તેને ઓળખવો અતિ મુશ્કેલ છે.
અભિમાન તમામ પાપોનું મૂળ છે. ‘પાપમૂન મનમાન' સંત તુલસીદાસજીએ કહ્યું છે. પાપ માટેની ભૂમિ છે-કઠોર હૈયું. પાપની પ્રવૃત્તિ તમારા હૃદયને કઠોર બનાવે છે. માણસ પહેલી વાર પાપ કરે. ત્યારે જે ડર હોય તે બીજી વાર નથી રહેતો. વારંવાર પાપ કરવાથી પાપનો ડર જતો રહે છે. અભિમાન કરવાથી હૃદયની સંવેદનશીલતા જતી રહે છે. અભિમાનની પહેલી અસર દુર્ભાવ છે. તો બીજી અસર કઠોરતા છે. બીજાના દુઃખ કે પીડા જોઈને દુઃખ ન થતું હોય કે હૃદય રડતું ન હોય તો સમજજો તમારું હૈયું કઠોર છે. ધર્મનાં ફળ કોમળ ભૂમિ ઉપર ખીલે છે. અભિમાન હૈયાને પથ્થર જેવું જડ બનાવી દે છે. અભિમાની માણસ ધર્મના બગીચામાં આવે તો પણ તેની સુગંધ માણી શકતો નથી. ઉકરડાની માખી વિષ્ટાની ગોળી લઈને બગીચામાં જાય તો સુગંધને બદલે દુર્ગધ જ પામે છે. આજનો યુગ દોષોનો યુગ છે. માણસ બીજા માણસને માણસ તરીકે સ્વીકારવા તૈયાર જ નથી. સહાનુભૂતિ અને સમાનુભૂતિ જેવા શબ્દોની હૃદયની ડિક્શનેરીમાંથી બાદબાકી થઈ ગઈ છે. પશુઓ કરેલા ઉપકારને યાદ કરે છે, માણસ નહીં. એક કવિએ સરસ કહ્યું છે–
મેં ફૂલો પાસે રહી હતી કોમળતા મળી
નદી પાસે માંગી હતી નિર્મળતા મળી. માત્ર હમદર્દીનો યાચક થયો માણસ પાસે
કહેવાની જરૂર છે કે નિષ્ફળતા મળી ?
Page #11
--------------------------------------------------------------------------
________________
sabada\2nd proof
સ્વાર્થ શુભભાવનાને લાગેલા કેન્સર જેવો છે
અભિમાનથી મુકત બનવાનો ઉપાય : પ્રતિભાવ બદલો
માણસને પૈસા પ્રાણથી વધારે વ્હાલા હોય છે. પણ અભિમાન પૈસા કરતા વધુ પ્યારું હોય છે. અભિમાન માટે મરી જનારા દુનિયામાં ઘણા છે. જે માણસને પોતાની જાતથી સંતોષ ન હોય તે અભિમાન કરે છે. જે માણસ ક્રોધ કરે છે તે નિષ્ફળ છે. જે વ્યક્તિ નિ:સત્વ છે તે કપટ કરે છે. જે વ્યક્તિ અતૃપ્ત છે તે લોભ કરે છે. અસંતોષ અભિમાનનો પિતા છે. સ્વકેન્દ્રી પલ્લું, વ્યક્તિનો અસ્વીકાર, વિચારો ન બદલી શકવાની નબળાઈઆ બધા અભિમાનનાં દુર્લક્ષણો છે. અભિમાન માણસનાં મનને સંકુચિત કરે છે.
ચોવીસ કલાકમાં તમે જે વિચારો કરો છો તેમાં ‘હું' ન હોય તેવા વિચારો કેટલા ? અભિમાન માણસને સ્વાર્થી બનાવે છે. ઐહિક સ્વાર્થ માટે જે પ્રવૃત્તિ થાય તે પાપ. કૈકેયીએ જીવનમાં એક વાર સ્વાર્થને પ્રધાન ગણ્યો તેથી રઘુવંશમાં મોટો વિસ્ફોટ થઈ ગયો. રામ-રાવણના યુદ્ધનું મૂળ-કેવળ સ્વાર્થપ્રધાન ભાવના છે. સ્વાર્થ સારી વસ્તુનો દુરુપયોગ કરવા પ્રેરે છે. ધર્મનો અને ભગવાનનો પણ સ્વાર્થ ખાતર ઉપયોગ કરનારા ઓછા નથી. સ્વાર્થ પાપ કરાવે છે અને પાપબુદ્ધિ પેદા કરે છે. સ્વાર્થ મનોભાવનાઓને સંકુચિત કરે છે. સ્વાર્થ આપણી શુભભાવનાઓને લાગેલા કેન્સર જેવો છે.
આપણે સહુ પ્રતિભાવ-ના વિશ્વમાં જીવીએ છીએ. આપણી તમામ પ્રવૃત્તિ કે વૃત્તિ ભાવ સ્વરૂપ નથી હોતી. બીજા ક્રોધ કરે એટલે આપણે કોધ કરવો જ એ આપણી અવધારણા છે. સફળતા મળતાવેંત અભિમાન જાગી જાય છે. પ્રતિભાવો આપણા સ્વભાવને ઘડે તો સ્વભાવ ખરાબ બનશે. ખરાબ સ્વભાવ ભાવિને બગાડશે. આપણે જો પ્રતિભાવને સુધારીએ તો સ્વભાવ અને ભાવ બન્ને-ને સુધારી શકીએ. કોઈપણ દોષને સુધારવાની શરૂઆત પ્રતિભાવોથી કરવી જોઈએ. અભિમાન એક ગહન દોષ છે. તેને પ્રતિભાવ દ્વારા સુધારી શકાય છે.
અભિમાનથી મુક્ત બનવાના બે ઉપાય છે. એક, શ્રોતા બનો. સાંભળવાની ટેવ પાડો. બે, દરેક પ્રવૃત્તિમાં બીજાનો વિચાર પહેલા કરો. દશરથનાં કુટુંબમાં દરેક સભ્યો શ્રેષ્ઠ છે. તેઓ બીજાનો વિચાર પહેલા કરે છે. પોતાનો વિચાર પછી કરે છે. બીજાના ગુણોને હાઈલાઈટ કરો. બીજાના ઉપકારોને યાદ કરો. વ્યવહારમાં તમારાથી ઉંમરમાં જે નાના છે તેમને શાબાશી આપો. તમારા સમકક્ષ છે તેમને ધન્યવાદ આપો. અને તમારાથી મોટા હોય તો તેમનો ઉપકાર માનો. સતત બીજાની પ્રશંસા કરતા રહો. સારા પ્રતિભાવો દ્વારા મન સદ્દભાવ સંપન્ન બને છે. જ્યાં સંભાવ છે ત્યાં પ્રસન્નતા છે જ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
sabada\2nd proof
પ્રસન્નતાનું મૂળ છે : સરળતા
બુદ્ધિને પવિત્ર ક્રવાની તાકાત શ્રદ્ધામાં છે
આપણું જીવન દેખાવનું બની ગયું છે. માણસ સાચો ચહેરો હંમેશા છુપાવતો રહે છે. જાહેરમાં મોહરા ચઢાવીને જ આવે છે. જે છે તે છુપાવવું અને જે નથી તે બતાવવું તેનું નામ-માયા, માયા, અભિમાન કરતા વધારે વ્યાપક અને ખતરનાક છે. ક્રોધ કે માનમાં પ્લાનીંગ નથી હોતું. માયામાં પ્લાનીંગ હોય છે. અભિમાની બીજાને તુચ્છ સાબિત કરશે. માયાવી પોતાને તુચ્છ સાબિત કરવા મહેનત કરશે. અભિમાની બીજાની ભૂલ બતાવશે. માયાવી પોતાની ભૂલ બતાવશે. વિશ્વમાં પ્રાણીઓ કૂરતા આચરી શકે છે, પણ માયા નથી કરી શકતા, એક માણસ જ માયાવી છે.
ઘણા પ્રાણીઓ વિશ્વમાં ક્રૂર છે પણ ઘણે ભાગે હું માનવીથી ડરું છું. મને દોસ્તોના અનુભવ ન પૂછો હવે દુશમનો પર ભરોસો કરું છું. માયાની ત્રણ ખાસિયતો છે. (૧) જૂઠ : વિચાર-વાણી અને વર્તનમાં એકરૂપતા ન હોવી.
(૨) બેજવાબદારી : માયાવી માણસ જૂઠું બોલતાં અચકાશે નહીં. અને પકડાઈ જશે તો માફી માંગીને છટકી જવા પ્રયત્ન કરશે.
(૩) અવિશ્વાસ : માયાવી માણસ કોઈની ઉપર વિશ્વાસ મૂકી શકતો નથી. નિઃસત્ત્વતા માયાની મા છે અને બેવફાઈ તેની દીકરી છે. આપણે જગત સાથે માયા કરીએ જ છીએ. જાત સાથે પણ કરીએ છીએ. જાતની માયાજાળથી બચવું હોય તો ત્રણ કામ કરો.
સરળ બનો, સ્પષ્ટ બનો સ્થિર બનો.
ધર્મ શ્રદ્ધાનો પુત્ર છે. જ્યાં બુદ્ધિના સીમાડા પૂરા થાય છે ત્યાં શ્રદ્ધાની શરૂઆત થાય છે. બુદ્ધિ સાથે સ્વાર્થ જોડાયેલો છે, બુદ્ધિથી થતો ધર્મ બદલાની અપેક્ષા કરાવે છે. બુદ્ધિ સ્વયં ચંચળ છે. બુદ્ધિથી થતો ધર્મ પણ અસ્થિર છે. બુદ્ધિ બેધારી તલવાર છે. બુદ્ધિથી જે છે તે નથી તેવું પણ સાબિત કરી શકાય છે. બુદ્ધિથી થતો ધર્મ કસોટીમાં માટીપગો સાબિત થતો હોય છે. શ્રદ્ધા વિનાની બુદ્ધિ અભિમાન પેદા કરે છે. એકલી બુદ્ધિ સંવેદનશીલતાને ખતમ કરી નાખે છે. બુદ્ધિ દુનિયાનાં કાર્યકારણ ભાવ ઉપર ચાલે છે. પાંચ ઇન્દ્રિયો અને મન આ છ દ્વારા મળેલો ડેટા જ બુદ્ધિનો પ્રોગ્રામ ઘડે છે. બુદ્ધિ, ધર્મ કરવા છતાં મનને ધર્મથી દૂર રાખે છે. આપણે કરીએ છીએ તે ધર્મ બુદ્ધિથી થાય છે કે શ્રદ્ધાથી ? તે તપાસતા રહેવું જોઈએ.
શ્રદ્ધાને સંવેદના સાથે સંબંધ છે. શ્રદ્ધા સાથે વેઠેલું કષ્ટ, કષ્ટ લાગતું નથી. શ્રદ્ધા ધર્મક્રિયાને જીવંત બનાવે છે. એકલી બુદ્ધિ ધર્મક્રિયામાં ઉદ્વેગ પેદા કરે છે. પરમાત્માનાં દર્શન કરવા શ્રદ્ધાનાં નયન જોઈએ. બુદ્ધિ તર્કના અટપટા માર્ગમાં ફસાવી શકે છે. જ્યારે શ્રદ્ધા મંઝિલ સુધી લઈ જાય છે.
‘શ્રદ્ધા' જ લઈ ગઈ મંઝિલ સુધી મને
મારગ ભૂલી ગયો, દિશાઓ ફરી ગઈ. શ્રદ્ધામાં તાકાત છે, બુદ્ધિને પવિત્ર કરવાની. કેવળ બુદ્ધિ જ જીવનનો અંતિમ આયામ નથી એ વાત જાતને સમજાવી શકીએ તો ?
Page #13
--------------------------------------------------------------------------
________________
sabada 2nd proof
૧૦
આધ્યાત્મિક સફળતાનાં પાંચ સૂત્રો
સાચી વાતનો આગ્રહ
સાગરમાં ઠલવાતું નદીનું પાણી ખારું બની જાય છે તેમ આપણને મળતા સારા વિચારો પણ પોતાનો પ્રભાવ ગુમાવી બેસે છે. બીજી બાજુ જીવનમાં સારા વિચારો પ્રવેશ કરી શકે તે માટે આપણાં દિલના દરવાજા ખુલ્લા નથી. આપણા બોધને આગ્રહનો લૂણો લાગેલો છે. તેમાં ઉમેરાતા તમામ વિચારો ખારા બની જાય છે. વિચારોના શુદ્ધિકરણ માટે આગ્રહરહિત મન જોઈએ. નવા વિચારો સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. આગ્રહ સારી વાતોનાં ફળને નિષ્ફળ બનાવી દે છે. સાંભળતા પહેલા સુધરવા માટેનું પ્રાણિધાન જોઈએ. સુધરવાની ઇચ્છા વગર સાંભળવું એટલે ઊંધા ઘડા પર પાણી ઝીલવું. જે ગમતું હોય તે સાંભળીએ તો પરિવર્તન આવતું નથી. જે સાંભળવા મળે તે ગમવા માંડે તો પરિવર્તન આવે છે. આગ્રહમાં જડતા છે. અનાગ્રહમાં મોકળાશ છે. અનાજ પોચી ધરતી પર ઊગે છે, પથ્થર પર નહીં. ગમે તેટલા ખરાબ માણસને સુધારી શકાય જો તે અનાગ્રહી હોય. દોષ નાનો હોય પણ તેની સાથે આગ્રહ ભળ્યો હોય તો સુધારણા મુશ્કેલ છે. આ ગ્રહ બુદ્ધિએ પેદા કરેલું દૂષણ છે. પણ જો એની સાથે શ્રદ્ધા સાથે જોડાય તો ઉપકારક પણ બની શકે છે. સાચી વાતનો આગ્રહ દુરાગ્રહને દૂર રાખવામાં સહાયક બની શકે છે. શ્રદ્ધાનાં ઘરનો આગ્રહ દોષ નથી પણ ગુણ છે. દુરાગ્રહ નામના ગ્રહની ચાલ રાહુની જેમ ઊલ્ટી દિશાની છે.
સંસારમાં રહીને દુર્ભાવોથી બચતા રહેવું કઠિન છે. સંસાર નિમિત્તોનો દરિયો છે. સંસારમાં પતનનાં નિમિત્તો વધુ મળે છે. અને માનવીનું મન પાણી જેવું છે. જ્યાં ઢાળ મળે ત્યાં જતું રહે છે. ભક્તિનું માધ્યમ સંસારમાં રહીને પણ દુર્ભાવોથી બચવાની અદભુત કળા શીખવે છે. ભક્તિની કેવળ ક્રિયાનાં સ્તર પર નહીં. આંતરમનનાં સ્તરની હોવી ઘટે. અધ્યાત્મનાં સ્તર પર સફળતા પ્રાપ્ત કરવાના પાંચ સૂત્રો છે.
(૧) તમે જે કાર્ય કરવા ધારો છો તે કેવી રીતે કરી શકાય તેની સમજ હોવી જોઈએ.
(૨) જ્યારે તમે કાર્ય ચાલુ કરો ત્યારે તમારા વિચારો માત્ર તમારાં લક્ષ્ય ઉપર કેન્દ્રિત હોવા જોઈએ.
(૩) કામ સિવાયના સમયમાં પણ તમે તમારા કામને સમર્પિત હો તે જરૂરી છે.
(૪) તમે જે પ્રાપ્ત કરવા માંગો છો તે વિશેની કલ્પનાઓ મુક્ત રહેવું જોઈએ. તમારા લક્ષ્યની વાસ્તવિક ઓળખાણ હોવી જોઈએ.
(૫) તમે તમારા લક્ષ્યને અને તમારી કાર્યપ્રણાલીને પ્રેમ કરતા હો તે આવશ્યક છે.
આપણું લક્ષ્ય ભગવાન બનવાનું છે. તો ભગવાન પર પ્રેમ હોય. ધર્મ ભગવાન બનવાની પ્રક્રિયા છે. તેની ઉપર પ્રેમ કરો. ભગવાન વિશેની સાચી સમજ કેળવો. ભગવાન પાસે ભગવાન બનવા સિવાય કોઈ અપેક્ષા ન રાખો. જ્યારે ધર્મ કરો ત્યારે બીજા વિચારો ન કરો. ધર્મ કરવાની વિધિ સમજી લો. આ પાંચ સૂત્રો જે અપનાવે છે, અંતરંગ આનંદ મેળવવાની દિશામાં તે સફળ બને છે.
- ૧૦૦
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૧
ધર્મનો પ્રેમ જ સાચી પ્રસન્નતાનું મૂળ છે
ધર્મ ત્રણ રીતે થાય છે. એકલા તનથી, એકલા મનથી અને તન અને મનનાં સાયુજ્યથી. મનથી થતો ધર્મ સાચો ધર્મ છે. અને તન અને મનનાં સાયુજ્યથી થતો ધર્મ પરિપૂર્ણ ધર્મ છે. પરિપૂર્ણ ધર્મ તત્કાળ પ્રસન્નતા આપે છે. પ્રસન્ન ચિત્ત ધર્મની પાત્રતા ધરાવે છે. ધર્મનો સ્વાદ પ્રસન્ન ચિત્ત દ્વારા મળે છે. મનગમતું મળી જાય તે પ્રસન્નતા નથી. આવેશ કે ઉત્તેજના વિનાની અવસ્થા તે સાચી પ્રસન્નતા છે. સાચી પ્રસન્નતા પામવા ત્રણ ગુણો કેળવવા જોઈએ. ધર્મનો પ્રેમ, ધર્મની પ્રવૃત્તિ અને ઔચિત્ય.
વિચારો મનમાં પેદા થાય છે. પણ તેની દિશા નક્કી કરે છે પ્રેમ. જેની ઉપર પ્રેમ હોય તેના જ વિચારો આવે છે. મજનૂને લયલા પર પ્રેમ છે, તો તેને લયલા બહુ જ ખૂબસૂરત લાગે છે. દિવસ-રાત તેના જ વિચારો આવે છે. વસ્તુલક્ષી કે વ્યક્તિલક્ષી પ્રેમ આપણા વિચારનો ઢાળ નક્કી કરે છે. આપણને જે અતિશય ગમે છે તેના વિચારો આપણને ઘેરી લે છે. ધર્મનો પ્રેમ વિચારો પર અસર કરતાં વસ્તુ કે વ્યક્તિનાં દબાણથી મુક્તિ આપે છે. આપણી પાત્રતાને આડે ફ્લેશ, કષાય અને કર્મનાં આવરણો છે તેને દૂર કરે છે, ધર્મ પ્રત્યેનો પ્રેમ. ધર્મનો પ્રેમ જ્યારે બીજા તમામ પ્રેમ કરતાં ઉત્કૃષ્ટ બને છે ત્યારે ભીતરના પરમાત્માનું અવતરણ થાય છે. પ્રેમભરી ક્ષણોમાં જ્યારે જાત અને જગત ભુલાઈ જાય ત્યારે જે અનુભૂતિ થાય છે એ આનંદની અને પ્રસન્નતાની ક્ષણ છે.
-૧૧
sabada\2nd proof
૧૨
સંક્લ્પ અને સમર્પણ વિના સાધના થતી નથી
સાધનાનાં ક્ષેત્રમાં નિષ્ફળતા અપાવતા બે દોષ છે—આસક્તિ અને અભિમાન. અભિમાન સાચી સમજ પેદા થવા ન દે અને આસક્તિ
સમજ પ્રમાણે આચરણ કરવા ન દે. આ દોષની જુગલબંદી સાધનાને દુષ્કર બનાવે છે. દોષોને દૂર કરવા થોડી પણ મહેનત કરીએ તો સફળતા મળી શકે છે. આસક્તિ અને અભિમાનને કારણે દોષોની શક્તિ વધી જાય છે. આસક્તિ વિકલ્પો કરીને સંકલ્પની શક્તિને તોડી નાખે છે. સંકલ્પ વિના સાધના થતી નથી. સાધનાનાં ક્ષેત્રમાં સફળતાનું બીજું સૂત્ર છે—સમર્પણ. અભિમાન સમર્પણનો દુશ્મન છે.
પરમાત્માની પૂજા કરવી અને પરમાત્મા પર વિશ્વાસ હોવો આ બેમાં ફરક છે. અભિમાન ધર્મના વાસ્તવિક અર્થને સમજવા દેતું નથી. સાધનાનાં ક્ષેત્રમાં સફળ થવા બે સૂત્રો આત્મસાત્ કરી રાખો. અહંકારશૂન્ય બનો. આસક્તિમુક્ત બનો. અભિમાન ઇર્ષા કરાવે છે. આસક્તિ ઇચ્છા કરાવે છે. અભિમાન બે વ્યક્તિ વચ્ચે દિવાલ ઊભી કરે છે. આસક્તિ બે વ્યક્તિને એવા ચોંટાડી દે છે કે છૂટા પાડવા મુશ્કેલ. અભિમાન ઉછળતાં પાણી જેવું છે. આસક્તિ ભભૂકતી આગ જેવી છે. અભિમાન અને આસક્તિ આપણી પ્રતિક્રિયાઓને બાંધી લે છે. સ્વસ્થ માણસ પ્રતિક્રિયાની અપેક્ષા વિનાનો હોય છે.
સારા વિચારો માટે દિલમાં જગ્યા કરો. અહંકાર અને આસક્તિને ખાલી કરો.
-૧૨
Page #15
--------------------------------------------------------------------------
________________
sabada 2nd proof
૧૩
૧૪ વિચાર પરિવર્તનનાં ત્રણ ત્રો
આસક્તિ જ આપણી તમામ સમસ્યાઓનું મૂળ છે
આસક્તિ આપણી તમામ સમસ્યાઓનું મૂળ છે. માણસને દુ:ખી કરનાર વ્યક્તિ એ જ હોય છે, જેને તે પ્રેમ કરે છે. પાડોશીનો દીકરો નાપાસ થાય તો દુ:ખ નથી થતું પરંતુ આપણો દીકરો નાપાસ થાય તો દુ:ખ થાય છે.
દુ:ખનું કારણ નાપાસ થવાની ઘટના નથી પણ દીકરા પરની આસક્તિ છે. જેની પર આસક્તિ તેના તરફથી દુ:ખે મળવાની સંભાવના વધુ. જેટલી આસક્તિ વધુ એટલી દુ:ખની પીડા પણ વધુ. આસક્તિ અપેક્ષા પેદા કરે છે. અપેક્ષા ઇરછા જન્માવે છે. ઇચ્છા પદાર્થની ઝંખના છે. ઇચ્છાની આગ પદાર્થો વિના શાંત થતી નથી.
પદાર્થોથી મળતા સુખને ત્રણ કલંક લાગેલા છે. (૧) તે સ્વચ્છ નથી. (૨) તે સ્વાધીન નથી.
(૩) તે શાશ્વત નથી. દૂધપાકના સ્વાદની સાથે ઝાડા થવાનું દુઃખ લખાયેલું છે. તેને માટે અનેક સંયોગોની પરાધીનતા છે, અને એ સુખની અનુભૂતિ ક્ષણજીવી છે.
પદાર્થ દ્વારા મળતું સુખ સંઘર્ષ કરાવે છે. અને સંક્લેશ તેનું અંતિમ પરિણામ છે.
આપણે જાણીએ છીએ કે ક્રોધ કરવા જેવો નથી, છતાં થઈ જાય છે. દોષો સેવવા જેવા નથી, છતાં સેવાઈ જાય છે. તેનું કારણ એ છે કે આપણે આપણા વિચારોને સ્થિરતા આપી શકતા નથી. સારા વિચારો વિશે માહિતી હોવા છતાં એ વિચારો ભુલાઈ જાય છે. ભગવાને એક સરસ શબ્દ આપ્યો છે–ઉપયોગ. ઉપયોગ એટલે વિચારો પ્રત્યેની જાગૃતિ. આવેશ કે આવેગ ન હોય ત્યારે જ ઉપયોગ રહી શકે છે. જે વિચારો સ્થિર છે, મક્કમ છે, એ વિચારો જાગૃત રહે છે. તે જ દોષોથી બચાવી શકે છે. આપણા વિચારો પર ત્રણ તત્ત્વોની ઘેરી અસર છે. આસક્તિ, અભ્યાસ અને આદર્શ. જેનું આકર્ષણ હોય તેના જ વિચારો આવે છે. જે વાતાવરણ વારંવાર આપણી સમક્ષ આવ્યા કરે તે તરફ વિચારો વહે છે. ટી.વી. પર પેપ્સીની એક બૉટલ પ00 વાર જોવાથી મન પેપ્સીનો વિચાર કરવા લાગે છે. આ છે અભ્યાસ. આપણાં મનમાં બંધાયેલા આદર્શો વિચારોને દિશા આપે છે. આસક્તિ, અભ્યાસ અને આદર્શને બદલી શકીએ, તો આપણે વિચારોને પણ બદલી શકાય છે. તુલસીદાસ, ભર્તુહરિ જેવા સાધકોએ આસક્તિની દિશા બદલી તો જીવન પણ બદલાઈ ગયું. સીતાએ રામચંદ્રજીને આદર્શ તરીકે સ્વીકાર્યા તો રાવણની ચોકી વચ્ચે પણ પવિત્ર રહી શક્યા. આપણે અભ્યાસ દ્વારા વિચાર-પરિવર્તન કરી શકીએ છીએ. અભ્યાસ એકાગ્રતા લાવે છે. પાંચ મિનિટ માટે એકાગ્ર બનીને પ્રાર્થના કરવાના નિયમ ડાકુ નામદેવને સંત નામદેવમાં ફેરવી નાખ્યા.
ક ૧૩
- ૧૪ -
Page #16
--------------------------------------------------------------------------
________________
sabada 2nd proof
૧૫
૧૬ પરમાત્મા જીવનને પ્રસન્ન બનાવે છે
પવિત્ર મન પરમાત્માનાં અસ્તિત્ત્વનું પ્રમાણપત્ર છે
જીવનમાં બે કેન્દ્ર છે. શક્તિનું કેન્દ્ર અને ભક્તિનું કેન્દ્ર. જગત શક્તિનાં કેન્દ્ર પર વિશ્વાસ કરે છે. પરમાત્મા ભક્તિનાં કેન્દ્ર પર છે. પરમાત્મા શ્રી મહાવીરદેવ પર કોઈ ફાલતુ માણસ ગુસ્સો કરે તો પરમાત્મા ક્રોધની શક્તિ નથી વાપરતા. એ કરુણા કરે છે. આપણે જ્યાં શક્તિનો પ્રયોગ કરીએ છીએ ત્યાં પરમાત્મા ભક્તિનો પ્રયોગ કરે છે. આપણાં મન ઉપર દુષ્ટ શક્તિઓનો કબજો છે. શક્તિઓનો દુશ્મભાવ આપણાં જીવન પર પડે છે તેથી જ દોમદોમ સાહેબી વચ્ચે આપણે સુખી નથી. શક્તિ આક્રમણમાં માને છે. ભક્તિ સંક્રમણમાં માને છે. જ્યાં સુધી શક્તિ પર વિશ્વાસ છે, ત્યાં સુધી ભક્તિ પ્રગટતી નથી.
ભક્તિ, ભગવાન બનવાનું પહેલું પગથિયું છે. ભક્તિમાં પ્રસન્નતાનાં પુષ્પો ખીલવવાની તાકાત છે. આપણી ભક્તિને ત્રણ દૂષણો લાગેલા છે. આશંકા, આકાંક્ષા અને અધૃતિ, જ્યાં સુધી અંતરાત્મા પરમાત્માનું અસ્તિત્વ સ્વીકારતો નથી. ત્યાં સુધી ભક્તિ સફળ થતી નથી. પવિત્ર મન પરમાત્માનાં અસ્તિત્વનું પ્રમાણપત્ર છે. પરમાત્માનો પ્રભાવ અનંત છે. તે કરતાં પણ પરમાત્માનો સ્વભાવ અનંત છે. તમામ દોષોથી મુક્તિ પ્રભુનો સ્વભાવ છે. જેણે પરમાત્માનો સ્વભાવ જોયો છે તેને બીજું માંગવાનું મન જ થતું નથી ચા-દૂધ-પાણી-સાકર-મસાલો મેળવીને ચા બનાવી દઈએ, એ રીતે પરમાત્મા મળતા નથી. પરમાત્મા ધીરજથી મળે છે. અનંત શ્રદ્ધા, અનંત પ્રાર્થના અને અનંત પ્રતીક્ષા પરમાત્માને પામવાના માર્ગ છે.
જીવનને પ્રસન્નતા બક્ષવાનું કામ કેવળ પરમાત્મા કરે છે. પદાર્થમાં પ્રસન્નતા આપવાની તાકાત નથી.
પદાર્થની આસક્તિ સંક્લેશ આપે છે. જ્યાં સંક્લેશ છે ત્યાં સંઘર્ષ છે. જ્યાં સંઘર્ષ છે ત્યાં આવેલ છે. જ્યાં આવેલ છે ત્યાં દુ:ખ છે. આપણાં દુ:ખનું મૂળ કારણ પદાર્થની આસક્તિ છે. પાત્રતા, આપણી દેષ્ટિને પદાર્થ પરથી ખસેડી પરમાત્મા ઉપર સ્થિર કરે છે.
બીજમાં જેમ ફળ બનવાની સંભાવના છે તેમ મનુષ્યમાં પરમાત્મા બનવાની સંભાવના છે. આ સંભાવનાનું નામ જ પાત્રતા છે. આજનો માનવ પદાર્થોની પ્રાપ્તિ પાછળ પાગલ બન્યો છે અને પ્રાપ્ત થયેલા પદાર્થોની આસક્તિમાં ગળાડૂબ બન્યો છે. તેની નજર પાત્રતા તરફ નથી તેથી તેનાં જીવનમાં પ્રસન્નતા આવતી નથી,
આપણી ભીતરમાં પડેલી પાત્રતાને ખીલવવાના બે ઉપાયો છે. એક, બીજાના ગુણોની ખુલ્લા મોઢે પ્રશંસા કરો. બે, તમારા દોષોનો દોષ તરીકે સ્વીકાર કરો. આ બે ગુણ પ્રસન્નતાનું પ્રવેશદ્વાર છે. રામચંદ્રજી મહાનુ હતા કેમ કે રાવણ દુશ્મન હોવા છતાં તેનાં વખાણ કરતાં. વાલીયો લૂંટારો હોવા છતાં મહાનું બની શક્યો કેમકે પોતાના દોષોને જોઈ શક્યો.
- ૧૫ -
Page #17
--------------------------------------------------------------------------
________________
sabada 2nd proof
૧૭
૧૮
પ્રાપ્તિને નહીં, પાત્રતાને જુઓ
પાત્રતા વિના સાધના ફળતી નથી
જે માણસ “મારે કેટલું મળવાનું બાકી છે તે જુએ છે તે દુઃખી થાય છે. જે વ્યક્તિ ‘મને કેટલું બધું મળ્યું છે તે વિચારે છે તે સુખી થાય છે. માણસને જીવનમાં ઘણું મળ્યું છે છતાં તે ધરાતો નથી. વિજ્ઞાને પ્રગતિ કરી છે. માનવજીવનને સુખી કરવા અનેક સાધનો શોધ્યા છે, પણ માનવજાત સુખી થઈ શકી નથી. તેનું કારણ પાત્રતાનો વિચાર નથી કર્યો. જીવનમાં સુખી થવું હોય તો પ્રાપ્તિ તરફ નજર નહીં કરતા પાત્રતા તરફ નજર કરજો . પ્રાપ્તિની ગતિ પદાર્થ તરફ છે. પાત્રતાની ગતિ પરમાત્મા તરફ છે. પ્રાપ્તિ શક્તિને ખતમ કરે છે. પાત્રતા શક્તિને વધારે છે.
zelet salleh Seven habits of highly effective people નામના વિખ્યાત પુસ્તકમાં પાત્રતાનાં સૂત્રને પી ઍન્ડ પીસી રૂલ ગણાવ્યો છે. સોનાનાં ઈંડા આપતી મરઘી અને સોનાનું ઈંડુ આ બેમાં કિંમતી કોણ અને મહત્ત્વનું કોણ ? કિંમત ભલે સોનાનાં ઈંડાની હોય પણ મહત્ત્વ મરઘીનું છે. સોનાનું ઈંડુ પ્રોડક્ટ છે. તો મરઘીએ પ્રોડકશન કેપેસીટી છે. મરઘીનો માલિક સોનાનું ઈંડા મેળવવાની ઘેલછામાં મરધીને ખોઈ બેઠો તેમ માણસ પ્રાપ્તિની ઘેલછામાં પાત્રતાનો નાશ કરી રહ્યો છે.
સાધના વિના સિદ્ધિ મળતી નથી. અને પાત્રતા વિના સાધના ફળતી નથી. ડિગ્રી વિના પદવી મળતી નથી. બુદ્ધિ વિના સાચી ડિગ્રી મળતી નથી. જીવનના કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા પાત્રતા પહેલી જરૂરિયાત છે. ધર્મ કરતાં પહેલાં ધર્મની પાત્રતા કેળવવી જોઈએ. પાત્રતા વિનાનો ધર્મ સુગંધ વિનાના ફૂલ જેવો છે. ધર્મની પાત્રતાના ત્રણ આયામ છે. ધર્મ પામવાની પાત્રતા, ધર્મ પાળવાની પાત્રતા અને ધર્મ પચાવવાની પાત્રતા. ત્રણેમાંથી એક પણ પ્રકારની પાત્રતામાં ઉણપ હોય તો ધર્મ અધૂરો રહે છે. અધૂરો ધર્મ પ્રસન્નતાનું કારણ બનતો નથી અને પરમાત્મા સુધી લઈ જઈ શકતો નથી. ધર્મની પાત્રતા આપણી ખામીઓ વિશે જાગૃત કરે છે. બીજાની ખામીઓ જેનાર વ્યક્તિ અધર્મી જાણવો. આપણી ત્રુટિઓને દૂર કરવાના સચોટ રસ્તા ધર્મ પાસેથી મળી શકે છે. આપણા દોષો, દુર્ગુણો અને દુર્વિચારો દૂર થાય તો આપણી ભીતર પરમાત્મા મોજૂદ જ છે. એક વિખ્યાત શિલ્પકારે પોતાની પ્રશંસાનો બહુ જ ઉમદા જવાબ આપ્યો. “આ પથ્થર પહેલા દુનિયાની દૃષ્ટિએ નકામો હતો. મેં આ પથ્થરમાં કંઈ જ નવું ઉમેર્યું નથી. મેં માત્ર તેનો નકામો ભાગ દૂર કર્યો. આકૃતિ તો તેમાં પહેલેથી જ હતી.”
અણઘડ પથ્થર પણ મૂરતિ બની શકે છે. જો તેને કંડારનાર શિલ્પી મળે તો.
- ૧૭ જ
- ૧૮ -
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૯
સફળતા આજના યુગનો જીવનમંત્ર છે
સફળતા આજના યુગનો જીવનમંત્ર છે. સફળતા માટે કોઈ શોર્ટકટ નથી. એક અંગ્રેજી સુભાષિત છે—ઝડપથી સફળતા મેળવવા માટે તો ટૂંકો રસ્તો એક જ છે, ધીરજ ધરો.
સફળતાની વ્યાખ્યા સમજવામાં આજનો માનવી થાપ ખાઈ ગયો છે. શ્રી હરિભદ્રસૂ.મ એ લલિતવિસ્તરામાં સફળતા માટે ત્રણ સૂત્રો બતાવે છે.
પ્રાપ્તિ નહીં પણ પાત્રતા.
સંઘર્ષ નહીં પણ સમર્પણ.
જડતા નહીં પણ પરિવર્તન.
બીજમાંથી ફળ સુધીની યાત્રા સફળતા છે.
બીજ એક મહત્ત્વનું કામ કરે છે. પોતાની પાત્રતાનું સંરક્ષણ સંભાવનાનું વાસ્તવિકતામાં પરિવર્તન કરવાની કળાનું નામ સફળતા છે. બીજ પોતાની શક્તિ ટકાવી રાખે છે. ફળવાન બનવા માટે બીજ ધરતીમાં દટાઈ જાય છે. પોતાની જાતનું ધરતીને સમર્પણ કરે છે ત્યારે તે ફળ બને છે. પોતાનું અસ્તિત્વ ખોઈને પરિવર્તન સ્વીકારે ત્યારે જ બીજ સફળ બને છે.
પાત્રતા, સમર્પણ અને પરિવર્તન, આધ્યાત્મિક ક્ષેત્રની સફળતાનાં ત્રણ સુવર્ણસૂત્રો છે. સફળતા એ સુખનો પર્યાયવાચી શબ્દ નથી. સફળતા સ્થિતિ છે. સુખ અનુભૂતિ છે. સુખ મળે તો જીવન સફળ. પણ સફળતા મળે તો સુખ મળી જ જાય એ નિયમ નથી.
- ૧૯ -
sabada\2nd proof
૨૦
સફળતાને સુખ માની લેવું ભુલ છે
દરેક વ્યક્તિ સુખી થવા પ્રયત્ન કરે છે. પણ ભાગ્યે જ કોઈને સુખ મળે છે. સફળ થનારા ઘણા છે. સુખી થનારા ખૂબ ઓછા છે. સફળતા અને સુખ વચ્ચે પાયાનો તફાવત છે. સફળતા જીવનનું બાહ્ય પરિબળ છે. સુખ આંતરિક પરિણામ છે. સફળતા સાધનોથી મળે છે. સુખ સાધનાથી મળે છે. સાધનોથી મળેલી સફળતાને સુખ માની લેવાની ભૂલ માણસ કરી બેસે છે અને દુઃખી થાય છે. સફળતા સાધન વિના નથી મળતી. સાધન પૈસા વિના નથી મળતા. સુખ સાધના વિના નથી મળતું. સાધના સંતોષ વિના નથી થતી. માણસે પૈસાને બિનજરૂરી મહત્ત્વ આપી દીધું છે. પૈસાથી સામગ્રી મળે છે. સુખ નથી મળતું. સુખ ચાના પેકેટની જેમ વેચાતું મળે નહીં. કુદરતમાં પૈસાની કોઈ કિંમત નથી. રસ્તા વચ્ચે દસ લાખ રૂપિયાની બેગ પડી હોય તો કૂતરો એને સૂંધીને આગળ વધી જશે. માણસ મારામારી કરશે. જીવન માટે પૈસા છે કે પૈસા માટે જીવન, આ વાત માણસ ભૂલી ગયો છે. જીવન જીવવા માટે અનિવાર્ય એવા હવા-પાણી, આકાશ-ધરતી સાવ મફતમાં મળે છે છતાં માણસ જીવનનો ત્રીજો ભાગ પૈસા પાછળ
ગુમાવી દે છે. પૈસા વિશે એક વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે જેમજેમ પૈસા વધતા જાય છે તેમ-તેમ શૂન્યતા વધતી જાય છે. પૈસાનું જીવનમાં કોઈ મૂલ્ય નથી એ વાત પૈસા આવી ગયા પછી જ સમજાય છે. આ સત્ય સમજાય ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. પૈસો એ સાધન છે. જીવન
ચલાવવાનું સાધન. જીવન જીવવાનું સાધન પૈસો નથી. સુખનું સાધન પૈસો નથી.
我我我
-૨૦
Page #19
--------------------------------------------------------------------------
________________
sabada\2nd proof
સફળતા અને સુખ વચ્ચે તફાવત છે
સફળ થવું છે ? તો ગુણલક્ષી બનો
સફળતા એક પરિસ્થિતિ છે જ્યારે સુખ આત્મસ્થિતિ છે. બીજા શબ્દોમાં કહીએ તો સુખ અનુભૂતિ છે. સુખ ક્યારેય ગોઠવાતું નથી, અનુભવાય છે. પરિસ્થિતિને ગોઠવી શકાય છે. અનુભૂતિ કેવળ માણી જ શકાય છે. સફળતા બહિર્ગામી છે તેને મેળવવા અને જાળવવા પુણ્યની જરૂર પડે છે. સુખની અનુભૂતિ પવિત્ર મન દ્વારા થઈ શકે છે. મનની પવિત્રતા સુખનો રાજમાર્ગ છે. મનની પવિત્રતા જાળવી રાખવાનો પ્રયત્ન તેનું નામ પરિણતિ.
આજનો માણસ સફળતા મેળવવા જેટલા ધમપછાડા કરે છે તેના સોમાં ભાગનો પ્રયત્ન પણ પવિત્રતા જાળવવા નથી કરતો. હજારો કરોડ રૂપિયાનું સામ્રાજય મેળવી લેવાની સફળતા હાંસલ કર્યા પછી બે ભાઈઓ ઝઘડે છે. જીવનમાં પરિણતિ કે મનની પવિત્રતા નથી. મનની પવિત્રતા વિનાની સફળતા દુ:ખદાયક છે. મન જો પવિત્ર હશે તો વિપરીત પરિસ્થિતિમાં પણ સુખ અનુભવી શકાશે. મન જો પવિત્ર નહીં હોય તો એરકંડિશન બેડરૂમમાં પણ ચેનની ઊંઘ નથી આવતી.
સફળ માણસો વ્યક્તિલક્ષી નથી હોતા. ગુણલક્ષી હોય છે. તેઓ દુશ્મનનો પણ ગુણ જોઈ શકે છે, અને તેની પ્રશંસા કરી શકે છે. તેમના નિર્ણય પર તત્કાલ લાગણીઓની અસર નથી હોતી. તેઓ માત્ર પોતાનાં સુખનો વિચાર નથી કરતા તેઓ હિતનો વિચાર કરી શકે છે. ‘મને શું કરવું ગમે છે.’ અને ‘મારે શું કરવું જોઈએ ?' આ બે લાગણીઓ બાબતે તેઓ અત્યંત સ્પષ્ટ હોય છે. રામચંદ્રજી ગુણલક્ષી વ્યક્તિત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રામ, રાવણના ગુણો જોઈ શકે છે માટે જ તેમને રાવણ પર દ્વેષ જાગતો નથી.
રાવણે જીવનમાં સીતાજીને ઉઠાવી જવાની પહેલી ભૂલ કરી. એ ભૂલનો બચાવ કર્યો એ બીજી ભૂલ કરી અને રામ ઉપર દ્વેષ કર્યો એ ત્રીજી ભૂલ કરી.
રામચંદ્રજીએ દુશ્મનના પણ ગુણ જોયા એથી જ એ મહાન બનીને પૂજાયા. રામચંદ્રજી માત્ર સીતા માટે યુદ્ધ નથી લડ્યા. રામચંદ્રજી સત્ય માટે યુદ્ધ લડ્યા છે. તેમનો દુમન રાવણ નથી તેમનો દુમને અન્યાય છે. રામચંદ્રજી રાવણ સાથે પણ માનવીય વ્યવહાર કરે છે જ્યારે આજનો માનવી નોકર સાથે પણ અમાનવીય વ્યવહાર કરે છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
sabada\2nd proof
સારી વાત બુદ્ધિથી હૃદય સુધી પહોંચતા જ વાર લાગે છે
જીવને શિવ સાથે જોડી આપતો સંબંધ: મૈત્રી
પ્રેમ ત્રણ પ્રકારનો છે. વસ્તુલક્ષી, વ્યક્તિલક્ષી અને નિરપેક્ષ પ્રેમ, સંસારનો પ્રેમ વસ્તુલક્ષી કે વ્યક્તિલક્ષી હોય છે. પરમાત્માનો પ્રેમ નિરપેક્ષ છે. પરમાત્મા પ્રેમમાં સ્વાર્થ નથી, અધિકાર નથી, વળતરની આશા નથી. તે પ્રેમમાં કેવળ કરુણા છે. ધર્મ નિરપેક્ષ પ્રેમ દ્વારા પામી શકાય છે. વસ્તુનું કે વ્યક્તિનું આકર્ષણ નિરપેક્ષ પ્રેમમાં બાધક બને છે. તે આકર્ષણને ઘટાડવા ધર્મનો આદરભાવ વધારવો પડે છે. ધર્મને બુદ્ધિમાં સ્થાન આપતા અનંત કાળ પસાર થાય છે તો બુદ્ધિથી હૃદય સુધીનો માર્ગ કાપતા બીજો અનંત કાળ લાગી જાય છે. સમજમાં પરિવર્તન ધર્મ પામવાનું સૂત્ર છે. દિલમાં જે સ્થાન પૈસાનું, પરિવારનું, પદનું પ્રતિષ્ઠાનું છે તેથી વિશેષ સ્થાન પરમાત્માને, સદ્દગુરુને. કલ્યાણમિત્રને, અને ધર્મને આપો. સંસારનો પ્રેમ સ્વાર્થી બનાવે છે. ધર્મનો પ્રેમ ઉદાર બનાવે છે.
વ્યક્તિ મહાન બને છે, ગુણોને કારણે. મહાન વ્યક્તિઓ તે બને છે જે નાનામાં નાની વ્યક્તિની કાળજી લે છે. અને પોતાની નાનામાં નાની ભૂલની માફી માંગે છે. નાની વ્યક્તિને પણ ધર્મ પમાડવાની ઇચ્છા ધરાવનાર વ્યક્તિ મહાન હોય છે. મહાન માણસો મહાનતાનો ભાર લઈને જીવતા નથી. તેથી દુનિયા તેમને માથે ઊંચકે છે. અભિમાની વ્યક્તિને તેનાં ખોટાં વજનને કારણે એ ભાગ્ય મળતું નથી.
જીવ અને જડના સંબંધોના સરવાળાનું નામ-‘સંસાર.' જીવ અને જીવે વચ્ચેના સંબંધો પણ સંસારમાં આવે. જો આ સંબંધ વાસનાત્મક હોય તો દુઃખ અને ક્લેશ આપે છે. અને આ સંબંધ ભાવનાત્મક હોય તો સુખ અને શાંતિ આપે છે. વાસનાત્મક સંબંધો ક્રોધ, માન, માયા, લોભ રૂપ છે. ભાવનાત્મક સંબંધો મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા રૂપ છે. વાસનાત્મક સંબંધો જીવને જીવથી છૂટો પાડી જડ સાથે જોડે છે. ભાવનાત્મક સંબંધો જીવને જડથી છૂટો પાડી જીવે સાથે જોડે છે. વાસનાત્મક સંબંધો સંઘર્ષ જન્માવે છે. ભાવનાત્મક સંબંધો સમાધાન આપે છે. વાસના બે જીવને જોડે છે, તે પણ તોડવા માટે જ. વાસના વિચારોને નેગેટિવ બનાવે છે. ભાવનાત્મક સંબંધો વિચારોના મ્યુરિફાયર્સ છે. તમારા જેવા ગુણો ધરાવનારા માણસો સાથે મૈત્રી, તમારાથી અધિક ગુણવાન વ્યક્તિ પર પ્રમોદ, તમારાથી ઓછા ગુણવાળી વ્યક્તિ પર કરુણા અને ગુણહીન વ્યક્તિની ઉપેક્ષા. આ ચાર ભાવનાનો પ્રયોગ વાસનાના આવેશને નબળો પાડે છે. આપણો દુશ્મન દુશ્મનાવટ ન છોડે તેમ છતાં આપણે તેને મનથી માફ કરી દઈએ તે મૈત્રી છે. રામચંદ્રજી રાવણના સૈનિકોની પણ પાટાપિંડી કરવાનું કહેતા. સારા વિચારોનું સાતત્ય ટકાવી રાખવાનું મૈત્રી દ્વારા શક્ય છે. મૈત્રી જીવને શિવ સાથે જોડી આપતો સંબંધ છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
sabada\2nd proof
૨૫
૨૬
આવેશ ક્રવાની આદતથી મન અપવિત્ર બને છે
ધર્મ સંવેદનાનો રખેવાળ છે
ધર્મની શરૂઆત આચાર-પરિવર્તનથી થાય છે. વિચાર-પરિવર્તન અને સંસ્કાર-પરિવર્તન ધર્મની સાધનાનો મધ્યકાળ છે. આત્મપરિવર્તન ધર્મનું લક્ષ્ય છે. આત્મ-પરિવર્તન ‘મન’ દ્વારા સાધી શકાય છે. મન સંસારનું કારણ છે તેમ મોક્ષનું પણ કારણ છે. મનને વશમાં રાખવું યોગીઓ માટે પણ દુર્લભ છે. શાંત મનમાં જ જ્ઞાનનું અને પરમાત્માનું અવતરણ થાય છે. જનકને બે ઘડીમાં ઈશ્વરપ્રાપ્તિનો ઉપાય બતાવવા ઋષિ અષ્ટાવક્ર બે ઘડી માટે જનકનું મન માગ્યું હતું. મન બદલાય તો દુનિયા બદલી શકાય છે. આપણી સોમાંથી નવ્વાણું દુ:ખનું કારણ પરિસ્થિતિ નથી પણ મનઃસ્થિતિ છે. આપણાં મનને આવેશ કરવાની આદત પડી છે. આ આદતને કારણે જ મન અપવિત્ર બને છે. આપણા વિચારો પર કુસંસ્કારો અને કુવાસનાઓની ઘેરી અસર છે. સારા વિચારો આવતા નથી, આવે તો સ્થિર રહેતા નથી. મનના કુસંસ્કારો સારા વિચારની અસરને ધોઈ નાંખી છે. કુસંસ્કારો નકારાત્મક અભિગમ જન્માવે છે. મનને પવિત્ર રાખવાના બે સૂત્રો છે. મૌન અને મૈત્રી. મનને પકડવા મૌન પકડો, મનને પવિત્ર કરવા મૈત્રી કરો.
મૈત્રી, પ્રીતિ, અને શાંતિ પ્રભુની હૃદયમાં ઉપસ્થિતિ બતાવે છે. સારા વ્યક્તિનો સંસર્ગ અને સારાં કામની પ્રશંસા સારા વિચારોને સ્થિર કરે છે.
શરીર શ્વાસથી ચાલે છે. પણ જીવન કેવળ શ્વાસથી નથી ચાલતું. જીવન ચાલે છે, સંવેદનશીલતાથી. જે માણસના શ્વાસ ચાલે છે, પણ સંવેદનશીલતા નથી ચાલતી તે માણસ જીવતેજીવત મરેલો સમજવો. સંવેદનશીલ વ્યક્તિ શ્વાસ અટકી ગયા પછી પણ જીવંત રહે છે.
ધર્મ અને સંવેદનશીલતાનો સંબંધ અત્યંત નજદીકનો છે. બન્ને એકબીજાના પૂરક છે. ધર્મથી દૂર જનાર વ્યક્તિ સંવેદનશીલતા ગુમાવી બેસે છે. સંવેદનશીલતાથી દૂર જનાર વ્યક્તિ ધર્મના મર્મને ગુમાવી દે છે. ધર્મ તમારા આત્માની સંવેદનાનો રખેવાળ છે, સંવેદના વિનાનો ધર્મ દર્શનીય નહીં પણ પ્રદર્શનીય બની જાય છે.
ધર્મનો દેખાવ કરવો એક ચીજ છે અને ખરેખર ધર્મ કરવો એ તદ્દન અલગ ચીજ છે. દેખાવના ધર્મના ઇમિટેશન જવેલરી જેવી ચમક દેખાશે પણ તેની કિંમત કંઈ નહીં આવે. સાચો ધર્મ ઓછો ચમકશે પણ તેની કિંમત ઘણી ઊંચી અંકાશે. ગાયનું પૂતળું દૂધ આપતું નથી, તેમ દેખાવનો ધર્મ ભાવ જન્માવતો નથી. દિલથી કરેલો ધર્મ જ સાચું ફળ આપે છે. સચ્ચાઈ, પ્રામાણિકતા અને સમર્પણના સથવારે પાંગરતો ધર્મ સંવેદનશીલતાનો વાહક બને છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
sabada 2nd proof
૨9
૨૮
નિંદા દુર્જનતાની નિશાની છે
પ્રાર્થના દ્વારા સરજાયેલું પુણ્ય પરનિંદાથી ધોવાઈ જાય છે
જીવનને દોષમુક્ત બનાવવું હોય તો નિંદા કરવાનો અને સાંભળવાનો ત્યાગ કરજો . દોષો જીવનમાં પ્રવેશે છે, કાનના દરવાજેથી, કાનથી આગળ વધી આંખમાં આવે ત્યારે બીજાના દોષ દેખાય છે. ત્યાર પછી જીભ ઉપર આવે છે, ત્યારે નિંદાનું સ્વરૂપ ધારણ કરે છે. વ્યક્તિ પોતાની જાતને ઊંચી સાબિત કરવા અને પોતે માની લીધેલા પ્રતિસ્પર્ધીને પછાડવા નિંદા કરે છે. દોષકથન પાછળ સ્વાર્થવૃત્તિ હોય તો નિંદા કહેવાય છે. હૃદયમાં સદ્ભાવ ટકાવી રાખીને બીજાના દોષોને બતાવવા કઠિન કાર્ય છે. તુલસીદાસ કહે છે.
परहित सरिस धरम नहि भाई,
परनिंदा सम नहि अधमाई. ખરાબ માણસની ખરાબ પ્રવૃત્તિને પણ વ્યક્તિગત કારણસર વખોડવીએ નિંદા છે. આપણને મળેલું સત્ય, લાકડી જેવું છે. તેનો ઉપયોગ ચાલવા માટે કરવાનો છે. બીજાને મારવા માટે નહીં.
નિંદા નામની નબળાઈને કારણે આપણાં અંતરમાં ગુણાનુરાગ ખીલતો નથી. ગુણાનુરાગ ખીલવવા ત્રણ કામ કરો
ક્યારેય કોઈની નિંદા કરવી નહીં, કોઈની નિંદા સાંભળવી નહીં, નિંદાનો જવાબ નિંદાથી આપવો નહીં.
તમારી નિંદા કરનારા માણસો ઉપર પણ દ્વેષ ન જાગે પણ અનુકંપા જ જાગે ત્યારે તમારો ધર્મ ચરિતાર્થ થયો છે એમ સમજજો . કળિકાળમાં સારા માણસોને ખરાબ થતા વાર નથી લાગતી. ખરાબ માણસને સારા થતા ખૂબ વાર લાગે છે.
ધર્મ આપણાં અસ્તિત્વને પ્રેમપૂર્ણ બનાવતી પ્રક્રિયા છે આપણી ચેતનાને બાઝેલા દોષોના જાળાં દૂર કરતું તત્ત્વ છે. ધર્મનો સીધો નાતો આપણી ચેતના સાથે છે. પૈસાથી ધર્મ ખરીદી શકાય નહીં. પૈસાથી સંપન્ન બની શકાય, સંપૂર્ણ નહીં. ધર્મ જીવનને સંપૂર્ણ બનાવે છે. ધર્મ એટલે કેવળ ક્રિયાકાંડ નહીં. ધર્મનો સીધો અર્થ છે, સ્વ-ભાવ. તમારી જાતને ઓળખો. તમારા સ્વભાવને પહેચાનો.
ધર્મ દેખાડવાનો નથી, અનુભવવાનો છે. બીજાને દેખાડવા માટે થતો ધર્મ દંભને પોષે છે. દંભના આંચળા હેઠળ અનેક દોષો પોષાતા હોય છે. બીજાના દોષોને મેગ્નિફાય કરવાની મનોવૃત્તિ સંવેદનહીનતાની નિશાની છે. પ્રાર્થના દ્વારા બંધાયેલું પુણ્ય પર નિંદાથી ધોવાઈ જાય છે. સંવેદનશીલતા આપણું સર્વસ્વ છે. તેને જગાડો. બીજાના આંસુને, બીજા ની વેદનાને સંવેદના તમારી ચેતનાને સક્રિય કરો. આપણી સુખાંધતા જ ચેતનાને જગાડવામાં બાધક છે. તુચ્છ સુખોના સ્વાર્થને ઘડીભર બાજુ પર મૂકો. તે વિના ચેતના જાગૃત બને તે સંભવિત નથી.
- ર૮ -
Page #23
--------------------------------------------------------------------------
________________
sabada\2nd proof
૨૯
૩૦ સારી વાત આચરણમાં આવે તો સારપ દૂર નથી
શ્વાસ ક્રતા વિશેષ હોય તે વિશ્વાસ
સંસારમાં ધર્મ પામવાની તક વારંવાર નથી મળતી. ધર્મની સમજણ અતિ દુર્લભ છે. માનવ જન્મમાં મળેલા સંયોગોએ આપણને સમજણના શિખર સુધી પહોંચાડ્યા છે. નિમિત્તોનાં વાવાઝોડા વચ્ચે આ શિખર પર લાંબો સમય સ્થિર રહેવું, શક્ય નથી. એક બાજુ પતનની ખીણ છે, બીજી બાજુ પરમાત્માનું અનંત આકાશ છે. માનવ પાસે ત્રીજી પસંદગી નથી, પરમાત્મા અનંત સુખના આકાશમાં આવવાનું આમંત્રણ આપે છે. પણ માણસ પાસે સાહસ નથી. તેને ભય છે આધારરહિત બની જવાનો. પરમાત્માનું આકાશ દુનિયાના આકાશ કરતા જુદું છે, એવો વિશ્વાસ નથી. જ્યાં વિશ્વાસ નથી ત્યાં જ ભય પેદા થાય છે. પરમાત્મા પર વિશ્વાસ જન્મતો નથી, તેનું કારણે ભૌતિકતાનું આકર્ષણ છે. પદાર્થનો પ્રેમ પરમાત્મા પર વિશ્વાસ જનમવા ન દે. પ્રેમમાં સાગર જેટલું ઊંડાણ અને એટલી જ ગંભીરતા આવે ત્યારે વિશ્વાસ જન્મે. જે શ્વાસ કરતા પણ વિશેષ હોય તેને વિશ્વાસ કહેવાય.
પ્રેમ પાણી જેવો છે. વિશ્વાસ શ્વાસ જેવો છે. પાણી વિના જીવી શકાય પણ શ્વાસ વિના જીવી ન શકાય, સંસારનો પ્રેમ ગમે તેટલો મજબૂત હોય પણ પરમાત્મા પર વિશ્વાસ હોય તો કલ્યાણ નિશ્ચિત છે. પ્રેમમાં આકર્ષણ હોય, વિશ્વાસમાં સમર્પણ હોય. મારાં જીવન કરતાં પરમાત્મા વધારે મહત્વના છે. આ પ્રતીતિ વિશ્વાસ છે.
માણસ સુખની શોધમાં છે પણ સરનામું ભૂલી ગયો છે. સરનામાં વિનાની ટપાલની જેમ જગતમાં આમથી તેમ ભટક્યા કરે છે. સુખનું સાચું સરનામું પરમાત્મા છે. પરમાત્મા મળે છે, અપેક્ષા વિનાના પ્રેમથી. આવો પ્રેમ કરતા ધર્મ શીખવે છે. વિશ્વાસ, ધર્મની પાત્રતાનું પ્રથમ પગથિયું છે. જ્યાં સુધી સંસાર ઉપર વિશ્વાસ છે ત્યાં સુધી ધર્મ ઉપર વિશ્વાસ જનમતો નથી. ધર્મ ઉપર વિશ્વાસ હોય તેને સંસાર ઉપર વિશ્વાસ હોય તે શક્ય નથી. બાદશાહ અકબરે કવિ ગંગને પાદપૂર્તિ માટે કાવ્યની પંક્તિ આપી. સો મણ રે ૩/કવરી, ગંગે જવાબ આપ્યો,
‘નિસ ર જે વિશ્વાસ નહિ, सो आस करे अकबर की.'
અકબર આપણા સંસારનું પ્રતીક છે. ધર્મની ક્રિયા અને ધર્મનો વિશ્વાસ આ બન્નેનો સમન્વય થાય તો પરમાત્મા બનવાની પાત્રતાનું અવતરણ થાય. ધર્મની ઇચ્છાથી ધર્મક્રિયા જન્મે તો ધર્મની જિજ્ઞાસાથી ધર્મનો વિશ્વાસ જન્મે. નાના બાળકને જેમ જગત વિશે અપાર જિજ્ઞાસા હોય છે એવી જિજ્ઞાસા દરેક સાધકમાં હોવી ઘટે. જિજ્ઞાસા વિનાનો સાધક ઉદ્વેગ પામે છે. જિજ્ઞાસા એટલે સાંભળેલી વાત જીવનમાં ઉતારવાની ઇચ્છા. સારી વાત જ્યાં સુધી આચરણમાં ન આવે ત્યાં સુધી અજંપો રહેવો જોઈએ. આ અજંપો જ સારા માણસ બનવાની અને સારા માણસ હોવાની નિશાની છે.
Re~
Page #24
--------------------------------------------------------------------------
________________
sabada 2nd proof
૩૧
૩૨
પ્રેમ ક્રતા વિશ્વાસ વધુ મહત્વનો છે
જિજ્ઞાસા વિશ્વાસની જનની છે
પ્રસન્નતા પામવા માટે ધર્મને પ્રેમ કરવો જરૂરી છે. ત્રણ રીતે પ્રેમ થઈ શકે છે. લાચારીથી, કર્તવ્યભાવનાથી અને વિશ્વાસથી. વિશ્વાસ પૂર્વકનો ધર્મપ્રેમ જીવનની બહુમૂલ્ય વિરાસત છે. સૂરજને ધિક્કારનાર વ્યક્તિનાં મનમાં પણ બીજે દિવસે સૂરજ ઉગશે એવો વિશ્વાસ અવશ્ય છે. પ્રેમ કરતાંય વિશ્વાસ મહત્ત્વનો છે. વિશ્વાસ સમર્પણ માંગે છે. વિશ્વાસમાં પ્રત્યુપકારની કે પ્રતિભાવની અપેક્ષા નથી હોતી, વિશ્વાસમાં મોટે ભાગે જાગૃતિ હોય છે. સમર્પણની પારાશીશી દ્વારા વિશ્વાસની ટકાવારી માંડી શકાય. લાખ રૂપિયા મળે ત્યારે વધુ રૂપિયા જ્યાં નાખવાનું ગમે છે ત્યાં વિશ્વાસ વધુ છે એમ કહી શકાય.
આપણાં જીવનની તમામ સમસ્યાઓનું મૂળ સંસાર ઉપરનો આંધળો વિશ્વાસ છે. સંસારના પ્રેમ આપણને ખૂબ દુઃખી કર્યા છે. ભૌતિક સુખો પ્રત્યેનો સામાન્ય માનવીનો પ્રેમ નૈસર્ગિક નથી. એ અંધવિશ્વાસને કારણે જન્મેલો છે. કૂતરો, હાડકાને ચાવીને નીકળતું લોહી ચાટીને ખુશ થાય તેમ સામાન્ય માનવી ભ્રમણાથી સરજાતી અવસ્થાને પામી રાજી થાય છે. ધર્મનો વિશ્વાસ સંપાદન કરવા સર્વપ્રથમ સંસારના વિશ્વાસને નબળો પાડવો જરૂરી છે. ધર્મનું આયોજન ભીતરી સંસારને નિર્મળ બનાવવા અને નિર્મૂળ કરવા થયું છે. ધર્મ કરતી વખતે આ લક્ષ્ય હોવું જોઈએ. સૂરજ વિશ્વાસ પેદા કરવા નિરંતર ઉગ્યા કરે છે તેમ ધર્મનો વિશ્વાસ જન્માવવા ભાવનાત્મક નિરંતરતા જોઈએ. આપણા મનમાં ધર્મની જે ઇચ્છાઓ જાગે તેને સો ગણી વધારીને પૂરી કરવાનું રાખીએ તો પ્રેમનું વિશ્વાસમાં રૂપાંતરણ થશે.
જિજ્ઞાસા વિશ્વાસની જનની છે. વિકાસની આધારશિલા છે. વિકાસ એટલે પ્રવૃત્તિનો વિસ્તાર નહીં. વિકાસ એટલે જ્ઞાનનો – કલ્પનાઓનો અને ભાવનાઓનો વિસ્તાર. જિજ્ઞાસા મરી પરવારે ત્યારથી વિકાસ રુંધાઈ જાય છે. વિકાસ એટલે જિજ્ઞાસાની જીવંતતા. જિજ્ઞાસા જીવતી હોય તો પ્રગતિના ઇન્ડેક્સની ફિકર કરવાની જરાય જરૂર નથી. માનવજાત આજે જિજ્ઞાસાનાં બાળમરણથી પીડાઈ રહી છે. સ્કૂલ કે કૉલેજ છોડ્યા પછી નિયમિતપણે વાંચન કરનારાઓની સંખ્યા ખૂબ ઓછી છે. ગુજરાતની વેપારી પ્રજાને એક જ ચોપડી વાંચવાની આદત છે—બેંકની પાસબુક,
નવાં જ્ઞાનની ઉપેક્ષા અને મેળવેલાં જ્ઞાનનો સંતોષ બન્ને જિજ્ઞાસાના દુશ્મન છે. જ્ઞાન મેળવવા સક્રિય ન થવું એ ઉપેક્ષા જ કહેવાય. જ્ઞાનનાં ક્ષેત્રમાં સંતોષ નવા જ્ઞાનની પ્રાપ્તિ થવા દેતો નથી. જિજ્ઞાસા ભલે નાનો ગુણ લાગે પણ તેનું અગત્ય ચાવી જેવું છે. મોટો બંગલો કે તિજોરી ચાવીને લીધે જ સલામત છે. નાની ચાવી મોટી મોટરને સ્ટાર્ટ કરી શકે છે તેમ નાની જિજ્ઞાસા ધર્મના મોટા વિશ્વાસને સક્રિય કરે છે. જિજ્ઞાસા અકબંધ હોય તો નાના નિમિત્તો પણ મોટા પરિણામ જન્માવી શકે છે. અસંતોષ અને આદર જિજ્ઞાસાના સહાયક પરિબળો છે. જિજ્ઞાસા વિશ્વાસને જન્મ આપે છે. વિશ્વાસથી સંકલ્પ જન્મે છે. સંકલ્પથી સાહસ અને સત્વ જન્મે છે. સાહસ અને સત્વ અશક્યને શક્ય બનાવે છે.
- ૩૨ -
Page #25
--------------------------------------------------------------------------
________________
sabada 2nd proof
33
૩૪
સત્ય તરફ ધ્યાન દોરે તે સગુરુ
સર, આત્મા અને પરમાત્મા વચ્ચેનો સેતુ છે
સાધનાના ક્ષેત્રમાં પરમાત્મા પછી સહુથી મહત્ત્વના “ગુરુ” છે. પામર આત્માને પરમ આત્મા બનાવનાર ગુરુ પારસમણિ છે. સદ્દગુરુની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે. તેમનું શિષ્યત્વ મળવું અત્યંત દુર્લભ છે. સાચા ગુરુ કયારેય શિષ્યનો મોહ નથી ધરાવતા. તેઓ શિષ્યોની કઠોર પરીક્ષા કરે છે. આપણો પરમાત્મા આપણી ભીતરમાં છુપાયો છે. કાયા અને માયા હેઠળ ખોવાઈ ગયો છે. દોષોના ડુંગર નીચે દબાઈ ગયો છે. આપણા દોષો અને દુર્ગુણો આપણે જોઈ શકતા નથી. આખી દુનિયા જોઈ શકનારી આંખ પોતાને જોઈ શકતી નથી. આપણે આપણા દોષો પ્રત્યે સહજ થઈ શકતા નથી. લોહીમાં ભળેલા કૅન્સરના વિષાણુની જેમ આતમા પર દોષો છવાયેલા છે. ડૉક્ટર જેમ રોગને ઓળખી શકે છે. તેમ ગુરુ દોષોને ઓળખી શકે છે. સદગુરુ, આપણા દોષોને ઓળખી તે દોષોને દૂર કરવાનો ઉપાય બતાવે છે અને આપણને પરમાત્મા સુધી પહોંચાડવાની જવાબદારી સ્વીકારે છે. દુનિયામાં ગુરુ ઘણા છે પણ સદ્ગુરુ કો'ક જ છે. સદ્ગુરુ સાથે વ્યાવહારિક સંબંધ ન હોય પણ આત્મિક સંબંધ હોય. સદ્ગુરુને ઓળખવા માટે પણ આંતરિક જિજ્ઞાસાની આંખ જોઈએ. સદ્દગુરુ આપણા સાંસારિક ભાવોને ખતમ કરી શકે છે. વાલિયા લૂંટારામાંથી વાલ્મિકીનું સર્જન સદગુરુની કરુણાથી થાય છે. પરમાત્મા પ્રત્યેનો ઉત્કટ પ્રેમ સદ્ગુરુની પ્રાપ્તિ કરાવે છે. પરમાત્મા સત્ય દ્વારા મળે છે. તો સત્ય સદ્ગુરુ પાસેથી મળે છે. આપણી સચ્ચાઈ પ્રત્યે આપણું ધ્યાન દોરે તે આપણા સદ્ગુરુ.
સાધનાનાં ક્ષેત્રમાં સફળ થવા માટે પાત્રતા સાથે સદ્દગુરુની પ્રાપ્તિ અનિવાર્ય છે. મૂરતિ બનાવવા પથ્થર ટાંકણા ખમી શકે તેવો નરમ હોય એ જરૂરી છે, એટલું જ જરૂરી છે કે એ પથ્થર શિલ્પીના હાથમાં હોય. કેવળ આત્મબળના આધારે આરાધના થતી નથી. તે માટે માર્ગદર્શક ગુરુ જોઈએ. વ્યવહારનાં ક્ષેત્રમાં માર્ગદર્શકો, શિક્ષકો મેળવવા સુલભ છે. પણ અધ્યાત્મક્ષેત્રમાં ગુરુ મળવા દુર્લભ છે. સંસારી જીવોને આત્મજ્ઞા ગુરુની જરૂર લાગતી નથી, અને આત્મજ્ઞ ગુરુને સંસારની પડી હોતી નથી. ગુરુ તે જે આપણને ઓળખે, અને પરમાત્માને ઓળખે. આપણા દોષો બતાવે, તેને દૂર કરવાનો રસ્તો બતાવે. આપણા આત્માને પવિત્ર બનાવી પરમાત્મા સુધી આંગળી પકડીને લઈ જાય. ગુરુ, તત્ત્વ કહે અને સત્ત્વ પ્રગટાવે. જ્યાં સુધી શિષ્યભાવ કેળવાય નહીં, ત્યાં સુધી ગુરુ કંઈ જ કરી શકે નહીં. ગુરુ કરતાં ગુરુનું સમર્પણ વધારે ચઢિયાતું છે. ગુરુની કૃપા મળે તો પરમાત્મપદ પ્રાપ્ત કરી લેવું સહેલું છે. સાહેબો પૈસાથી, પ્રશંસાથી કે પદાર્થથી રીઝે, ગુરુ કેવળ સમર્પણથી રીઝે છે. પ્રસન્નતાની ગુરુચાવી કેવળ ગુરુ પાસે હોય છે. ગુરુનો એક હાથ પરમાત્માનો ચરણસ્પર્શ કરે છે, અને બીજો હાથ શિષ્યનાં મસ્તક પર આશીર્વાદ વરસાવે છે. આત્મા અને પરમાત્માનો સેતુ તે સદ્ગુરુ.
- ૩૩ -
- ૩૪ -
Page #26
--------------------------------------------------------------------------
________________
sabada\2nd proof
૩૫ શાસ્ત્ર એક શબ્દના અનંત અર્થ બતાવે
ગુરુ જીવંત અર્થ બતાવે
જે શિષ્ય બને તેની માટે પરમાત્મા દૂર નથી
સદ્દગુરુઓ પરમાત્માના પ્રતિનિધિ છે. સંસારમાં રહીને કર્મોના કીચડ વચ્ચે ફસાયેલા માનવોને પવિત્ર બનાવવાનું ઉમદા કાર્ય કરે છે. સદ્દગુરુ મળવા સહેલા નથી. મળી જાય તો ઓળખવા સહેલા નથી. સદ્ગુરુ દ્વારા સ્વીકૃતિ મળે એ ક્ષણ ભવોભવમાં મળતી સર્વોત્તમ ક્ષણ છે. શાસ્ત્રો પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ છે. સંગુરુ એ માર્ગના ભોમિયા છે. શાસ્ત્રો અર્થઘટન દ્વારા પરમાત્મા સુધી પહોંચાડે, સદ્ગુરુ જીવન દ્વારા પરમાત્મા સુધી પહોંચાડે. શાસ્ત્રો અનંત અર્થ બતાવે, સદ્દગુરુ જીવંત અર્થ બતાવે છે. પુસ્તકમાં લખાયેલા શબ્દોને ગુરુ જીવતા કરે છે. સદૂગુરુના દિલમાં માનવમાત્રનું હિત વસેલું હોય છે. સારા ડૉક્ટર જીભને ભાવે તે ખાવાની સલાહ ન આપે, શરીરને હિત કરે તે જ ખાવાની સલાહ આપે. સદગુરુ આપણને ગમે તે કરવાનું ન કહે. આપણું હિત જેમાં હોય તે કરવાનું કહે. ગુરુ પોતે કડવા થઈને બીજાને મીઠાં બનાવે. ગુરુ આપણાં મનના તમામ ભાવોનું તટસ્થતાથી મૂલ્યાંકન કરી શકે છે. લાખોમાં એક સંત આપણા ગુરુ બની શકે છે. ગુરુના શિષ્ય બનતા પહેલા સેવક બનવું પડે છે અને ભાવક બનવું પડે છે. સેવા શરીરથી થાય. અને ભાવના મનથી થાય. મન-તન-ધન અને જીવનનું સમર્પણ કરવાની તૈયારી જાગે ત્યારે શિષ્યત્વ પ્રગટ થાય છે. સાકર જેમ પાણીમાં ઓગળે તેમ પોતાનું સમગ્ર અસ્તિત્વ ગુરુમાં ઓત-પ્રોત કરે તે સાચો શિષ્ય બને છે.
સાધનાનાં ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવા શિષ્યભાવ પ્રાપ્ત કરવો જરૂરી છે. પરમાત્મા સામે કેવળ ભક્ત બનીને જઈ શકાય. તો ગુરુ સમક્ષ કેવળ શિષ્ય બનીને જઈ શકાય. જયાં સુધી શિષ્યભાવ પ્રગટતો નથી ત્યાં સુધી ગમે તેવા સમર્થ ગુરુ તારી શકતા નથી. શિષ્ય બનવું એટલે પહેલા અહમૂનું પછી સ્વયમૂનું વિસર્જન કરવું. શિષ્યભાવ કેળવ્યા વિના ગુરુ ફળે નહીં. અને ગુરુતા મળે નહીં. અંગ્રેજીમાં કહેવત છે આજ્ઞાકર્તા બનવાનો એક જ ઉપાય છે આજ્ઞાંકિત બનો.’ જીવનમાં એક ગુરુ એવા હોવા જોઈએ જેમની સમક્ષ જીવનની ડાયરીનાં તમામ પાનાં ખુલ્લાં હોય, મા-બાપ-પત્ની કે ભાગીદાર ન જાણે તેવી તમામ ગુપ્ત હકીકતો ગુરુ સમક્ષ વ્યક્ત કરવી જોઈએ. તેમને આત્માના દોષોને દૂર કરવાની જવાબદારી સોંપી દેવી જોઈએ. આપણી જાત વિશે આપણા ગુરુ વિચારે તે જ સત્ય છે આ વાતની પ્રતીતિ શિષ્યભાવની અભિવ્યક્તિ છે. ગુરુ મળવા દુર્લભ છે, તો શિષ્ય થવું અતિ દુર્લભ છે. અભિમાનનો નાનકડો અંશ પણ જીવતો હોય તો શિષ્ય બની શકાય નહીં. ગુરુ પાસે એક જ કળા છે. શિષ્ય કેવી રીતે બનવું ? જે શિષ્ય બને છે તેને માટે પરમાત્મા દૂર નથી. શિષ્ય બનવા સર્વસ્વનું સમર્પણ જોઈએ. સમર્પિત થવાની તૈયારી હોય તો ગુરુની પ્રત્યક્ષ હાજરી વિના પણ સિદ્ધ બની શકાય. એકલવ્ય સમર્પણના સહારે અર્જુનથી વિશેષ બની શક્યો. ગુરુ વિના તરી શકાય. ગુરુનાં સમર્પણ વિના ન કરી શકાય.
- ૩૫ -
Page #27
--------------------------------------------------------------------------
________________
39
વિનયના સહારે વિચારને જીતી શકાય છે
જીવનને ચલાવતી ત્રણ શક્તિ છે. મનની, વચનની, કાયાની. મુખ્ય શક્તિ મનની છે. મનની શક્તિ નદીના પ્રવાહ જેવી છે. નદીનાં પાણીને ખેતર સુધી પહોંચાડવા નહેર કરવી પડે છે. મનના વિચારોને સારા માર્ગે વાળવા મહેનત કરવી પડે છે. વાણીની અને વર્તનની શક્તિ કરતાં વિચારની શક્તિ અનેક ગણી છે. વાણી અને વર્તન વિચારના આધારે જ ઘડાય છે. વિચારને કાબૂમાં લેવા કોઈ બાહ્ય પરિબળ ઉપયોગી નથી બનતું. વિનયના સહારે વિચારને જીતી શકાય. આપણી વિચારધારાનું ગુરુની વિચારધારામાં વિલીનીકરણ કરવાથી વિનય પ્રગટ છે. વિચારો સાથે જોડાયેલા અહંની બાદબાકી કરવાથી તેનું જોર નબળું પડી જાય છે. વિચારોની ભાવધારામાં આદર્શભૂત પ્રેરણામૂર્તિને ગોઠવી દો, વિચારો આપોઆપ બદલાશે. મનને વધુમાં વધુ સમય સારાં, શ્રેષ્ઠ ધાર્મિક વાતાવરણ વચ્ચે રાખો.
તમારો આંતરિક સમય જેની સાથે વધુ વીતે છે તે તમારી ભાવધારા બની જાય છે. આજે જે તમારી ભાવધારા છે કાલે તે તમારું ભવિષ્ય બનવાનું છે. ભાવધારામાં સંસાર હશે તો તમારું ભવિષ્ય સંસાર છે. ભાવધારામાં પરમાત્મા હશે તો તમારું ભવિષ્ય પરમાત્મપદ છે. ઉત્તમ ભાવધારાનું નિર્માણ કરવા ઉત્તમ આદર્શોની વચ્ચે વધુ ને વધુ સમય વીતાવો. આ સમય દરમ્યાન આદર્શોને મન સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખો. લક્ષ્યની સ્પષ્ટતા અને પ્રયત્નોમાં નિરંતરતા સફળતાના પાયા છે.
-39~
sabada\2nd proof
૩૮
સમયનું સમાયોજન શાંતિને નજર સામે રાખીને રો
ગરીબ કે શ્રીમંત, બુદ્ધિશાળી અને મૂરખ, સાધુ કે સંસારી તમામ જનને ચોવીસ કલાક એક સરખા મળે છે. સંપત્તિની બાબતમાં ભેદભાવ જોવા મળે છે. સમયની બાબતમાં ભેદભાવ નથી. આજના
માનવી પાસે સમય નથી. મેનેજમેંટ ગુરુઓ આ વાક્યને ખોટું ગણાવે છે. માનવી પાસે સમય છે પણ સમયનું મેનેજમેંટ નથી. માણસને જે કામ કરવાની ઇચ્છા ન હોય તે માટે સમય નથી એવું બહાનું કાઢે છે. જે કામ ગમતું હોય તે માટે આપોઆપ સમય નીકળે છે. સમય ઓછો હોય ત્યારે સહુથી પહેલા જેની પર કાપ મૂકાય તે કામ આપણને ઓછું ગમે છે તેમ કહી શકાય. માણસના ૨૪ કલાકમાંથી ૨૨ કલાક વિવિધ ઉત્પાદક કાર્યોમાં વીતે છે. વધારાના બે કલાક રોજ ધારે તો સારાં કામ માટે કાઢી શકે છે. સફળ માણસો આ બે કલાકનો સાચો ઉપયોગ કરી જાણે છે. જ્યારે બીજા માણસો સૂતાં હોય ત્યારે સફળ માણસો આગળ વધતા હોય છે. આયોજન સમયનું નથી કરવાનું, કાર્યોનું કરવાનું છે. જે કાર્ય દ્વારા શાંતિ મળે તેને સહુથી મહત્ત્વનાં ગણવા તેવું રિલિજિયસ ટાઈમ મેનેજમેંટ કહે છે. ધર્મના સમયને મહત્ત્વનો ગણી સંસારના સમયનું આયોજન કરવું. લોકો સંસારના સમયને અકબંધ રાખી ફાજલ સમયમાં ધર્મ કરે છે. ફાજલ ગણીને કરેલો ધર્મ શાંતિ આપવાને બદલે અવ્યવસ્થા ઊભી કરે છે. સમયનું સમાયોજન શિસ્ત, સમર્પણ અને સજ્જતા માંગે છે.
*?? -
Page #28
--------------------------------------------------------------------------
________________
૩૯
માણસને માણસ પર વિશ્વાસ ન હોય તે ણતા છે
દરેક માનવીમાં અખૂટ શક્તિ છે. જે વ્યક્તિ પોતાની શક્તિને ઓળખીને બહાર લાવે છે તે મહાન બની શકે છે. ભૌતિક દૃષ્ટિએ સફળ બનવું સરળ છે. આંતરિક દૃષ્ટિએ મહાન બનવું અઘરું છે. મહાન બનવા માટે ત્રણ વિશ્વાસ કેળવવા જરૂરી છે. શક્તિનો વિશ્વાસ, વ્યક્તિનો વિશ્વાસ અને ભક્તિનો વિશ્વાસ. જાતનો ભરોસો મહાન બનાવે છે. જેને પોતાની શક્તિ પર ભરોસો નથી હોતો તે વ્યક્તિ ભયમાં જીવે છે. તે સતત પોતાની નિષ્ફળતા વિષે ફરિયાદ કરતી રહે છે. જેને પોતાની જાત પર ભરોસો છે. તેને માટે અન્ય વ્યક્તિ પર ભરોસો કરવો આસાન છે. આજે માણસને માણસ પર વિશ્વાસ રહ્યો નથી, તે કરુણતા છે. માણસ પર વિશ્વાસ ન હોય તો પ્રભુ પર વિશ્વાસ શી રીતે જન્મે ? તમારી ભીતર પડેલી શક્તિ પર વિશ્વાસ જન્માવો. તમારી શક્તિનો ઉપયોગ કઈ રીતે કરવો ? તેની સમજ કેળવી લો.
અર્જુને કૃષ્ણને પાંડવોના પક્ષે રહેવા જણાવ્યું હતું. તે એ માટે જ કે પાંડવો સેનાને નહીં સૈનાનીને ઇચ્છતા હતા. કટોકટીના સમયમાં શક્તિને કઈ રીતે વાપરવી તેની કળા સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ પાસે જ હોય છે. સ્થિરપ્રજ્ઞ અને સ્થિતપ્રજ્ઞ વ્યક્તિનું માર્ગદર્શન જીવનની મહામૂલી મૂડી છે. અભિમાન શક્તિને હતી ન હતી કરી નાંખે છે. સમર્પણ શક્તિને પૂરબહાર ખીલવે છે. સ્વાર્થ માટે ઘણા કામ કરીએ છીએ. રોજ કમ સે કમ એક કામ કેવળ પ્રભુ માટે કરીએ. એ ભક્તિ છે. શક્તિ અને ભક્તિનો સમન્વય વ્યક્તિને મહાન બનાવે છે.
ન
30 30 30
* રોદ -
*
sabada\2nd proof
૪.
સંપત્તિ કરતાં સમય અને શક્તિનું પ્રદાન શ્રેષ્ઠ છે
દરેક માણસ પાસે જીવન જીવવાની શક્તિ છે અને જીવનને ઊર્ધ્વગામી બનાવતી શક્તિ છે.આ શક્તિને સક્રિય સ્વરૂપ આપવાના પાંચ પગથિયાં છે. ગુરુનું સમર્પણ, ધર્મને સમય, શરીરમાં સ્થિરતા. વાણીમાં સૌમ્યતા, મનમાં એકાગ્રતા. આત્માને પરમાત્મા બનાવતું સામર્થ્ય સાચું છે. નીચે પાડે તે સામર્થ્ય ખોટું છે. વૃક્ષનાં મૂળને પાણી સીંચાય છે તો વૃક્ષની ટોચ ઉપર ફળ પેદા થાય છે. ધર્મને આપેલો સમય ટોચના સદ્ભાવને પલ્લવિત કરે છે. મન જેટલું ધર્મ સાથે એકાકાર બને તેટલું સામર્થ્ય ખીલે છે. મનને સ્થિર રાખવું અઘરું છે. મન સ્થિર ના થાય ત્યાં સુધી તેને શુભ આલંબનમાં જોડી રાખો. શરીરની શક્તિ અને મનની ગતિનો સીધો સંબંધ છે. શરીરની શક્તિ જે હેતુ પાછળ વધારે ખર્ચાય, મન તે હેતુ પાછળ ગતિ કરે છે. બીજાએ બનાવેલી રસોઈ કરતા જાત મહેનતથી બનાવેલી રસોઈ વધુ સ્વાદિષ્ટ લાગે છે. શરીરની શક્તિ પરમાત્મા પાછળ વધુ ને વધુ વાપરો.
સંપત્તિ કરતાં પણ સમય અને શક્તિનું પ્રદાન શ્રેષ્ઠ છે. પરમાત્મા રેડીમેડ પૂજાથી નથી મળતા. પરમાત્મા મહેનતથી કરેલી પૂજાથી મળે છે. પરમાત્મા માટે પૂજારી રાખવા કરતાં પરમાત્માના પૂજારી બનવું વધુ બહેતર છે. પૈસાનું મહત્વ સમજાયું છે તેથી પૈસા નોકરોને નથી સોંપતા. પરમાત્મા પૂજારીને સોંપાય છે તેનો મતલબ સાફ છે, પરમાત્મા સાથે અનુસંધાન થયું નથી. પરમાત્માનું દરેક કામ જાતે કરવું જોઈએ. પરમાત્માની સેવા જાતે કરવાથી અભિમાન જાગતું નથી. મન સ્વાર્થમુક્ત બને છે. વિચારો પવિત્ર બને છે. પવિત્ર વિચારો પ્રસન્નતાની જન્મભૂમિ છે.
-80
Page #29
--------------------------------------------------------------------------
________________
sabada 2nd proof
૪૧
૪૨
ખરાબ શબ્દ બીજાના મનને પછી બગાડે છે
બોલનારનાં મનને પહેલા બગાડે છે
ધર્મ વિચારોમાં નથી આત્મામાં છે
શરીરની શક્તિ કરતા વાણીની શક્તિ ચડિયાતી છે. દુનિયામાં બંદૂકની ગોળીથી ઘવાતા લોકોની સંખ્યા કરતા શબ્દોથી ઘવાતા લોકોની સંખ્યા વધુ છે. ગોળીના ઘા રૂઝાય છે. શબ્દોના ઘા રૂઝાતા નથી. ગળ્યા વિનાનું પાણી પીવાથી પીનારને રોગ થાય, વિચાર્યા વિના શબ્દો વાપરવાથી બોલનાર અને સાંભળનાર બન્નેને રોગ થાય. બોલવાની બાબતમાં કાળજી ન રાખો તો મન બગડતા વાર નથી લાગતી. તમારા મોઢામાંથી શબ્દ બહાર પડે તે પહેલા તમારી લાગણી સાથે તે ઓળઘોળ થાય છે. શબ્દો આપણી ભાવનાઓનું પ્રતિબિંબ છે. આવેશમાં, ઉંઘમાં કે નશામાં બોલાયેલા શબ્દો તમારા સાચાં વ્યક્તિત્વના પરિચાયક બને છે. સારા, સાચી અને સૌમ્ય શબ્દો વાપરતી વ્યક્તિને ખરાબ વિચાર લગભગ નથી આવતા. ગુસ્સામાં કે આવેશમાં જેના મોઢામાંથી અપશબ્દ ન નીકળે તે સારો માણસ. જરૂર કરતા વધારે બોલનારો આદમી વિચારક નથી હોતો. સમજુ માણસ પહેલા વિચાર કરે છે પછી બોલે છે. અણસમજુ માણસ પહેલા બોલે છે પછી વિચાર કરે છે. સરહદ સલામત તો દેશ સલામત, શબ્દો સલામત તો મન સલામત. બ્રેક વિનાની ગાડી અને અંકુશ વિનાની વાણી અકસ્માત જ સરજે છે. વાણીમાં બીજી પ્રત્યે તિરસ્કાર, તુચ્છકાર કે અધિકાર વ્યક્ત થવો ન જોઈએ. બીજાને આધાર મળે, બીજાનો સ્વીકાર થાય, બીજાને આવકાર મળે એવી વાણી સાક્ષાત્ અમૃત જેવી છે. બોલતા પહેલા ત્રણ બાબતનો વિચાર અવશ્ય કરવો હું જે બોલવા માંગુ છું તે સાચું છે? સાચું હોય તો જરૂરી છે? સાચું અને જરૂરી હોય તો કરુણા સભર છે?
મનમાં ઘણાં સ્તરો છે. લાગણી, પક્ષપાત, માન્યતા વગેરે મનનાં અલગ અલગ પાસાંઓ છે. શરીર કરતાં વાણીની શક્તિ વધારે છે. વાણી કરતાં વિચારની શક્તિ વધારે છે. વિચાર કરતાં લાગણીની શક્તિ વધારે છે. લાગણી કરતાં પક્ષપાતની શક્તિ વધારે છે. માણસ કેવળ વિચાર કે લાગણીના આધારે ન જીવી શકે. પક્ષપાત કે માન્યતા જેવા વલણો માણસનાં વિચારતંત્રને અને લાગણીતંત્રને પ્રભાવિત કરે છે.
જે વ્યક્તિ મનને ઓળખી શકે તે ધર્મને ઓળખી શકે છે. જે ધર્મને જાણી શકે તે આત્માને જાણી શકે. ધર્મ મનની પેલે પાર આત્માની નજીક છે. ધર્મ સુધી પહોંચવાનું દ્વાર મન છે. મનનાં એક એક પડને ઉકેલતાં સત્ય લાધે છે. ધર્મ વિચારોમાં નથી. વિચારોમાં ઝિલાય છે તે ધર્મનું પ્રતિબિંબ છે. ધર્મ આત્મામાં છે. મનમાં ધર્મનો આશય હોય છે.
વિચાર અને આશય વચ્ચે અંતર છે. જે વિચારમાં પક્ષપાત ભળે છે. તે વિચાર આશય બને છે. તાજાં જન્મેલાં વાછરડાંને તેની મા-થી જુદું પાડવામાં આવે તો પણ તેનું મોટું માં તરફ જ હોય છે. મા દેખાય. નહીં તો પણ વિચારો તો એનાં જ આવે છે. મા તરફનું આ તીવ્ર આકર્ષણ અને મમત્વ તે પક્ષપાત.
ક્રિયા ગમે તે હોય, વિચાર ગમે તે હોય, લાગણી ગમે તે હોય પણ મન જેનો પક્ષપાત કરે છે તેને આશય બનાવી લે છે. જેનો આશય હોય તેમાં આનંદ અને એકાગ્રતા આવે છે. પૈસા ગણવામાં એકાગ્રતા અને આનંદ જન્મે છે. કારણ પૈસાનો પક્ષપાત અને આશય છે.
- ૪૧ -
Page #30
--------------------------------------------------------------------------
________________
sabada\2nd proof
૪૩
જે વિચારને જીતે છે તે જીવનને જીતે છે
માનવીનાં મનમાં જ્યાં સુધી ભૌતિક પદાર્થોને પક્ષપાત જીવતો હોય છે ત્યાં સુધી ચંચળતા નથી ઘટતી એકાગ્ર નથી બની શકાતું.
ધર્મના વિચારને આશયમાં ફેરવવા માટે બે કામ કરવા જરૂરી છે. (૧) જે સારો વિચાર આવે તેને તત્કાલ અમલમાં મૂકવો.
(૨) સારો વિચાર કાયમી બને એ માટે સારા વિચારોનું પુનરાવર્તન કરતાં રહેવું.
ભૌતિક પદાર્થોનું આકર્ષણ ઘટ્યા વિના એકાગ્રતા આવતી નથી. આકર્ષણ બે રીતે ઘટે છે સમજથી અને સમજપૂર્વકનાં ત્યાગથી. પદાર્થોનું સાચું સ્વરૂપ સમજાય તો આકર્ષણ રહેતું નથી. ત્યાગથી સત્ત્વ વધે છે. એકાગ્રતામાં સત્ત્વ સહાય કરે છે.
| વિચારોનું વિશ્વ અતિ વિશાળ છે. માણસ સાચું જીવન વિચારોના વિશ્વમાં જીવે છે. પોતાના જ વિચારો પર માણસનો કંટ્રોલ નથી. દુનિયાની તમામ ચીજોના ભાર કરતા વિચારો વજનદાર હોય છે. મોટા ભાગના માણસો નકામા વિચારોના પોટલા જીવનભર ઉપાડીને ફરતા રહે છે. ૨૪ કલાકમાં અસંખ્ય વિચારો જન્મે છે. તેમાંથી ભાગ્યે જ બે-ચાર વિચારો જરૂરી હોય છે. માણસ સુખી થાય છે, વિચારોને લીધે. દુઃખી થાય છે, વિચારોને લીધે. આપણે વિચારોને પ્રભાવિત નથી કરી શકતા. વિચારો આપણને પ્રભાવિત કરે છે. માણસ યા તો વિરોધ કરે છે, યા તો અનુકરણ કરે છે. વિચાર નથી કરતો. વિચાર કર્યા વિનાનો વિરોધ, સંધર્ષ પેદા કરે છે. અને વિચાર વિનાનું અનુકરણ સંક્લેશ આપે છે.
જીવન જરૂરીયાતની વસ્તુ ખરીદતી વખતે ત્રણ મુદ્દા ખાસ ખ્યાલમાં લેવાય છે. ૧. ઉપયોગિતા ૨. ગુણવત્તા ૩. મૂલ્યવત્તા. વિચારો અપનાવતી વખતે ઉપયોગિતાની, ગુણવત્તાની કે મૂલ્યવત્તાની ચકાસણી નથી થતી. પરિણામે વિચારો નિરંકુશ બને છે. વિચારોની પસંદગીના ચાર માપદંડ છે. વિચાર વાસ્તવિક હોવો જોઈએ કાલ્પનિક નહીં. કાલ્પનિક વિચાર માણસની દશા શેખચલ્લી જેવી કરી નાખે છે. વિચારો પોતાના હોવા જોઈએ ઉધાર નહીં. ઉધારના પૈસાની જેમ ઉધાર વિચારો પણ નિરુપયોગી છે. વિચારો પૉઝીટિવ હોવા જોઈએ. નેગેટિવ નહીં. ગુલાબને જોવાની ટેવ હશે તો કાંટાની પીડા ડંખશે નહીં. વિચારો સાધક હોવા જોઈએ, બાધક નહીં. વિચારોમાં વિરોધ હોય તો વિચારતા નબળી પડે છે. જે વિચારને જીતે છે તે જીવનને જીતી શકે છે.
૪૩
૨૪૪
Page #31
--------------------------------------------------------------------------
________________
sabada\2nd proof
૪૪
૪૫
મનને એકાગ્ર ક્રવા ધર્મ બહુ ઉપયોગી છે
એકાગ્રતાથી વિચારશક્તિ મજબૂત બને છે
એકાગ્રતા મનની શક્તિને વધારનારો ગુણ છે. માણસનું મન આમેય નબળું છે અને આકર્ષણ મનને વધુ નબળું બનાવે છે. મન ધા જેવું છે અને વિચારો હવા જેવા છે. વિચારોની હવા મનના ધર્મને ફંગોળીને અસ્થિર કરે છે. મંદિરના શિખર પર ધ્વજા અને ધ્વજાદંડ બન્ને હોય છે. પવન ધ્વજાને ફંગોળી શકે છે, ધ્વજાદંડને નહીં. કારણકે ધ્વજાદંડ સ્થિર અને મજબૂત છે. મન ધ્વજા જેવું નિર્બળ હોય તો વિચારો તેને અસ્થિર કરી શકે છે. મન જો ધ્વજાદંડ જેવું મજબૂત અને બદ્ધમૂળ હોય તો વિચારોનું વાવાઝોડું પણ તેને કાંઈ ન કરી શકે, એકાગ્રતા મનની મજબૂતી છે. આકર્ષણ મનની નબળાઈ છે. જે વિચાર સાથે આકર્ષણ જોડાય તે વિચાર બીજા સો વિચારને જન્મ આપે છે. પદાર્થોની દુનિયા અસીમ છે. અને આકર્ષણ આગ જેવું છે. તૃણાની આગને પદાર્થો દ્વારા શાંત કરી શકાતી નથી. વિચારોની આ શૃંખલા અટકાવવા આકર્ષણથી વિરુદ્ધ સમજણના વિચારો કરવા જોઈએ. સાચી સમજણથી આકર્ષણ ઘટે છે. આકર્ષણ ઘટે તો મન એકાગ્ર બને. આકર્ષણ વાળો નાનો પણ વિચાર કેન્સરના જીવાણુ જેવો છે. પ્રતિકારક શક્તિ નબળી પડતા સવાર થઈ જાય છે. એકાગ્રતાવાળો નાનો પણ વિચાર રાઈના દાણા જેવો છે. મનને એકાગ્ર બનાવવા ધર્મ ખૂબ સહાયક બને. ધર્મ, વિચારોના બોજને હલકો કરવાની કળા શીખવે છે. ધર્મ ભરપૂર પોઝિટીવ થીંકિગ આપે છે. વિચારોની સામે લડવાથી શક્તિનો વ્યય થાય છે. વિચારોના વાવાઝોડા સામે અડોલ રહેવાથી આપણી શક્તિ અકબંધ રહે છે. આ ટેકનિક એકાગ્રતાથી સાધી શકાય છે.
માણસને મળેલી અદ્ભુત શક્તિઓમાં વિચારશક્તિ શ્રેષ્ઠ છે. ભાવનાઓને આકાર આપીને શબ્દોમાં અભિવ્યક્ત કરવાની અજોડ શક્તિ માણસના મગજમાં છે. માણસનું મગજ કૉપ્યુટર જેવું છે. જે ડેટા ભર્યો હોય તે મુજબના પ્રોગ્રામથી એ ચાલે છે. ડેટા એન્ટ્રી ખોટી થઈ હોય તો ચિત્ર ખોટું આવશે. ચિત્તમાં ખોટા સંસ્કારો સ્થિર થયા હશે તો વિચારો ખરાબ આવશે. સારા સંસ્કારો સ્થિર થયા હશે તો વિચાર સારા આવશે. સારા વિચારો દ્વારા વિચારશક્તિનું નિયંત્રણ થઈ શકે છે. નિયંત્રણ દ્વારા એકાગ્રતા આવે છે. એ એકાગ્રતાથી વિચારોના માલિક બની શકાય છે. વિચાર શક્તિના નિમંત્રણ માટે ત્રણ સૂત્રો છે. પહેલુંએક સમયે એક જ વિચાર કરવો. એક સાથે ઘણા બધા વિચારોને મહત્ત્વ આપવાથી વિચારોનો બોજ વધી જાય છે. નિર્ણય સુધી પહોંચી શકાતું નથી. બીજું - નક્કી કરતાં પહેલાં વિચાર કરવો. મોટા ભાગના માણસો નિર્ણય થઈ ગયા પછી વિચારવાની શરૂઆત કરે છે. તેને કારણે વિચારો એક જ દિશામાં જાય છે. ત્રીજું - વિચારના મૂળને શોધો. પરિણામ વિષે અજ્ઞાત રહેવાથી નિર્ણયો ગલત થાય છે. વિચાર કલ્પનાનો સહારો લઈને વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે. તેવું ન બને તે માટે વિચારોના મૂળને શોધવાનો અભ્યાસ કરવો જોઈએ. વિચારો દ્વારા વિચારોને પકડવાની આ પ્રેક્ટિસ નકામા વિચારોથી દૂર થવામાં બહુ જ ઉપકારી છે. વિચારોમાં એકાગ્રતા ભળે છે ત્યારે વિચારોની તાકાત વધી જાય છે. બિલોરી કાચમાંથી કેન્દ્રિત થયેલા પ્રકાશ કિરણોની દાહકશક્તિ અનેક ગણી વધી જાય છે. વાંચન, વિચારશક્તિના ઘડતર માટે ઉપયોગી પરિબળ છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
sabada\2nd proof
૪૩
સંયોગોને સારા બનાવે તે સફળ
સફળતાને અને નિષ્ફળતાને સહજતાથી સ્વીકારો
સુખી જીવનના ચાર પાયા છે. શરીરના ક્ષેત્રે સ્વસ્થતા, પ્રયત્નના ક્ષેત્રે સફળતા, ભૌતિકક્ષેત્રે સંપન્નતા અને માનસિકક્ષેત્રે સંતોષ. આ ચાર પરિબળો વચ્ચેનું બેલેન્સ જાળવે તે દેખીતી રીતે સુખી ગણી શકાય. ખુરશીનો એક પાયો ટૂંકો હોય તો પડી જવાય છે તેમ જીવનના આ ચાર પાયામાંથી એકાદ પાયો ટૂંકો થઈ જાય તો અકસ્માત સરજાઈ જય છે. શરીર, સંપત્તિ, અને મન આ ત્રણેયને વ્યવસ્થિત રાખવા પ્રયત્નનો પાયો બહુ જ જરૂરી છે. સફળતા કે નિષ્ફળતા પ્રયત્નના ફળ છે. તે બંનેને જે સનાતન માની બેસે છે તે હારી જાય છે. પ્રયત્ન એટલે પ્રવૃત્તિનું સાતત્ય. સફળતા કે નિષ્ફળતા કેવળ પ્રયત્નના પરિણામ નથી. તેની સાથે અનેક પરિબળો સંકળાયેલા છે. જે માણસ સફળતાને શાશ્વત માને છે તેનાં મનમાં હતાશા જગે છે. સફળતા શાશ્વત નથી. સફળતા મુકામ છે, મં િનથી. પ્લેટફોર્મ છે, ઘર નથી. સફળતાના સાઈડ ઈફેક્ટ રૂપે આવતાં અભિમાનથી બચવું હોય તો સફળતાને સહજભાવે સ્વીકારો. નિષ્ફળતા પણ શાશ્વત નથી. હકીકતમાં દરેક નિષ્ફળતા સફળતા પમાડતી તક છે. એક વાર સફળ થયેલો માણસ સો વાર નિષ્ફળ થયો હોય છે. નિષ્ફળતા આપણી ભૂલને કારણે જ થાય છે. ભૂલ ખોટી સમજથી થાય છે. નિષ્ફળતા આપણી ભૂલને સમજાવે છે. નિષ્ફળતામાંથી ભૂલને ટાળવાના માર્ગ જડી આવે છે. તેમાંથી બોધ-પાઠ લઈને નિષ્ફળતાને ભૂલી જવી જોઈએ. ‘આ ક્ષણ પણ વીતી જશે’ આ શાશ્વત સત્ય જે સમજે છે, સફળતા કે નિષ્ફળતા તેને ડગાવી શકતા નથી.
જીવન અનેક સંયોગોનો સરવાળો છે. જીવનમાં સારા અને ખરાબ સંયોગો સરજાતા રહે છે. “સારા સંયોગ મળે તે જ વ્યક્તિ સફળ થાય’ એ નિયમ સાચો નથી. મળેલા સંયોગોને સારા બનાવે તે સફળ.
કહો નહીં કે નબળાં પાનાં પડ્યાં અમારે હાથ છે કળા શીખી લો રમવાની તો જીત તમારે સાથ છે.
એક સરખા સંયોગોમાં એક સરખી શક્તિ ધરાવતા બે માણસોમાંથી એક સફળ બને છે અને એક નિષ્ફળ. અને એ જ હોડી હલેસા હોય છતાં એક તરે છે બીજો ડૂબે છે. તેનું કારણ સંયોગો નથી. સંયોગોને જોવાની દૃષ્ટિ છે. બીજું કારણ સંયોગોની પસંદગી કરવાની દૃષ્ટિ છે. સારા અને સફળ માણસો વિપરીત સંયોગમાં પણ પસંદગી સારાની જ કરે છે. સફળ માણસો વિશાળ હિતને નજર સમક્ષ રાખી પસંદગી કરે છે. સાધારણ માણસની પસંદ સાધારણ હોય છે સારા માણસોની પસંદગી ઊંચી હોય છે તેઓ આ સારાઈને ટકાવી રાખવા વચનબદ્ધ (કમિટેડ) હોય છે. એમને મન પૈસા કરતાં પ્રામાણિકતાનું મૂલ્ય વધારે હોય છે. ઊંચી અને સાચી સમજને લીધે તેઓ લાલચમાં અટવાતા નથી. તકલીફોથી ગભરાતા નથી તેઓ દુઃખને સહી શકવાનું સત્વ ધરાવતા હોય છે. તેમને પોતાના આત્મા પર વિશ્વાસ હોય છે. ઊંચી પસંદગીને કારણે તેમની આત્માની સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે અને તેઓ અસાધારણ સફળતા હાંસલ કરે છે. ઊંચા મૂલ્યો ખાતર તુરછ સુખોના બલિદાનની તૈયારી હોય તો સફળતા મળે છે. સિદ્ધિ મહાન ભોગ આપ્યા વિના મળતી નથી. સંયોગો જ્યારે તમારી સમક્ષ સારા અને ખરાબ વિકલ્પો રજૂ કરે ત્યારે તમે જે વિકલ્પની પસંદગી કરો છો એ તમારી સાચી ઓળખાણ છે, પસંદગી કરતાં પહેલા વિચારો. પસંદગી કર્યા પછી વિચાર કરવો નકામો છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
૪૮
લોકપ્રિયતાનું મૂળ સાાયાર છે.
ત્રણ પ્રકારના માણસો છે. નામાંકિત, નામચીન અને નામહીન કશુંક અસાધારણ કાર્ય કરે તે નામાંકિત બને. અસાધારણ પણ અઘટિત કાર્ય કરે તે નામચીન બને. રામ અને રાવણ બંનેના વિશ્વપ્રસિદ્ધ ઉદાહરણ છે. રામચંદ્રજી શ્રેષ્ઠ આદર્શપુરુષ છે. તેમની પાસે દુશ્મનના દિલમાં છૂપાયેલી માણસાઈ અને સારપને પીછાણવાની આવડત છે. આવા સારા માણસો જેને સ્વીકાર્ય ગણે તે લોકપ્રિય બને. હનુમાનજી લોકપ્રિય થયા રામચંદ્રજીને કારણે. લોકરંજન કરીને પ્રાપ્ત કરેલી લોકપ્રિયતા વિશ્વસનીય નથી બનતી. સાચી લોકપ્રિયતાનાં મૂળમાં સદાચાર હોય છે. જે વ્યક્તિઓ લોકપ્રિય બને છે. તેમના વર્તન અને પ્રતિભાવમાં પાંચ ખાસિયત જોવા મળે છે. (૧) તેઓ બીજાની નિંદા કરીને આગળ નથી આવતા કે આગળ આવવા માટે કોઈની ખોટી ખુશામત નથી કરતા. તેમને સારા બનવામાં રસ હોય છે સારા દેખાવામાં નહીં. (૨) તેઓ ખોટા આરોપો કરીને કોઈને ઉતારી નથી પાડતા. તેમને તેવી જરૂર નથી હોતી. કારણ કે તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. (૩) તેઓ ગુણોની પ્રશંસા કરે છે. દુશ્મનોના પણ ગુણ જોઈને બિરદાવવાની ખેલદીલી તેમની પાસે હોય છે. (૪) તેઓ બીજાની પ્રગતિ જોઈને રાજી થાય છે. ઇર્ષા નથી કરતા. જે લોકો હારને પચાવી શકતા નથી તે લોકો જીતી શકતા નથી. (૫) તેઓ ભગવાનની અને ગુરુની સ્તવના કરે છે. સર્વશ્રેષ્ઠ શક્તિ અને સર્વોત્તમ જ્ઞાન આ બંનેની કદર કરે છે. લોકપ્રિય બનવાની કળાનું એક જ સૂત્ર છે. તમે સારા છો કે નહીં તે તપાસતા રહો. જે વ્યક્તિ સ્વયંની નજરમાં સારી સાબિત થાય છે તેને દુનિયા આપોઆપ સ્વીકારી લે છે.
- ૪૯ •
sabada\2nd proof
૪૯
સદ્ભાવ અને સમભાવને કેન્દ્રમાં રાખીને થતું વર્તન લોકપ્રિય બનાવે છે
સારા બનવું અઘરું છે પણ સારાઈને ટકાવી રાખવી વધુ અઘરી છે. ભૌતિકતાના વાવાઝોડા વચ્ચે સારાઈના દીવાને જલતો રાખવા વિશેષ મહેનત કરવી પડે છે. આપણા સહુની ભીતરમાં એક આત્મા જીવતો છે, વિકારો અને વિચારોના ઘોંઘાટ સામે તેનો અવાજ સાવ દબાઈ ગયો છે. આપણે આત્મા છીએ તે વાત સાવ ભુલાઈ ગઈ છે. આત્મા તરીકેનું આપણું સાચું મૂલ્ય વીસરાઈ ગયું છે. રબારી મોતીની કિંમત ન પીછાણી
શકે તે ક્ષમ્ય ગણાય પણ ઝવેરી મોતીને ઓળખવામાં થાપ ખાય તે અક્ષમ્ય ગણાય. સારા નિમિત્તો અને સારા વાતાવરણ દ્વારા મળતી પ્રેરણાને ચિરંજીવ બનાવવા પોતાની સાથે વચનથી બંધાવું પડે છે. લોકોને પ્રિય થવા જે ગુણો દેખાડીએ છીએ તે આત્માને પ્રિય થવા કેળવવા પડે છે. માનવીય સંબંધોના બે પાસા છે. ક્રિયા અને પ્રતિક્રિયા. આપણા તરફથી અન્યને પહોંચતી લાગણી તે ક્રિયા અને અન્ય તરફથી આપણને મળતી લાગણી તે પ્રતિક્રિયા. ક્રિયામાં સદ્ભાવ અને પ્રતિક્રિયામાં સમભાવ સારાઈને ટકાવી રાખનારા આ બે ગુણો છે. છોડ ઉપરથી ગુલાબનાં ફૂલને ગમે તેટલી વાર ચૂંટો, છોડ કદી દુર્ગંધ નથી આપતું. બીજાને સુગંધ આપવી એ ગુલાબનો સ્વભાવ છે. તો એક ફૂલ ચૂંટાઈ જાય તો પણ આક્રમણ કર્યા વિના સ્વસ્થ રહેવું તે છોડનો સમભાવ છે. સદ્ભાવ અને સમભાવને કેન્દ્રમાં રાખીને થતું વર્તન વ્યક્તિને લોકપ્રિય બનાવે છે. પ્રતિકૂળ સંજોગોમાં તમારા તરફથી જતા મેસેજ નેગેટિવ ન જ હોય, લાચાર સ્થિતિમાં પણ તમે જો ખરાબ કામ કરવા તૈયાર જ ન થતા હો તો તમે બહુ ઝડપથી વિશ્વસનીય અને લોકપ્રિય બની શકો છો.
-૫૦
Page #34
--------------------------------------------------------------------------
________________
ЧО
જીવન શા માટે જીવવું છે ?
દુનિયાના તમામ પદાર્થો કરતા આત્માની શક્તિ અનંતગણી વધુ છે પણ એ શક્તિ દબાઈ ગઈ છે પરમાણુમાં પ્રચંડ વિસ્ફોટ કરવાની શક્તિ છે તેની પર કેન્દ્રિત થઈને અન્ય પરમાણુઓનો મારો કરવામાં આવે છે ત્યારે તે શક્તિ છૂટી પડે છે. પરમાણુની શક્તિને સક્રિય કરવા તેની પર કેન્દ્રિત થવું પડે છે. આપણા મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો—પદાર્થ પર કેન્દ્રિત થાય છે તેથી આત્મશક્તિ ઉપેક્ષિત રહી છે. આત્માની શક્તિને જાગૃત કરવાના પાંચ નિયમો છે.
પહેલો નિયમ ‘વિશ્વાસ'નો છે. આત્માની શક્તિનો અવિશ્વાસ માણસને પ્રતિબદ્ધ થવા દેતો નથી.
બીજો નિયમ ‘પ્રતિબદ્ધતા’નો છે. પ્રતિબદ્ધતા એટલે કમિટમેંટ, ભૌતિક સુખોની આકાંક્ષા મૂલ્યોની વફાદારીને ખતમ કરી દે છે. અપ્રતિબદ્ધતા નબળાઈ છે. પ્રતિબદ્ધતા શક્તિ છે.
મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ વ્યક્તિ પસંદગી સાચી કરશે. સ્વાર્થી વ્યક્તિ ખોટી પસંદગી કરશે. અર્જુન અને દુર્યોધન બંને પાસે પસંદગીનો અવકાશ હતો. દુર્યોધને શક્તિની પસંદગી કરી. અર્જુને, સારથિની પસંદગી કરી. શક્તિ મળી પણ દુર્યોધન હારી ગયો. ‘સાચી પસંદગી’ ત્રીજું પરિબળ છે. ખોટી પસંદગી કરનાર વ્યક્તિ પરિસ્થિતિ પરનો અંકુશ ગુમાવી દે છે.
ખરાબ પસંદગી પરિસ્થિતિની પરવશતા સર્જે છે. દુર્યોધન યુદ્ધ કરવા જેવું નથી તે નથી સમજે છે છતાં પોતાનાં મનને મનાવી શકતો
~49~
sabada\2nd proof
નથી. રાવણ પોતાના પક્ષે સત્ય નથી એ સમજે છે છતાં ઝૂકી શકતો નથી. માણસ પાસે બે જ વિકલ્પ છે. યાતો પરિસ્થિતિનો માલિક બને યા ગુલામ. પરિસ્થિતિની ગુલામી બે રીતે આવે છે. સુખમાં લીનતા અને દુઃખમાં દીનતા. આ બંને નબળી લાગણીઓ છે. સાચી પસંદગી કરનાર વ્યક્તિ સુખમાં સ્વસ્થ અને દુઃખમાં સ્થિર રહે છે. સફળતા મળે તો સ્વસ્થતા રાખવી અને નિષ્ફળતા મળે તો સ્થિરતા કેળવવી' ચોથો નિયમ છે.
પાંચમો નિયમ છે ‘લક્ષ્યની સ્પષ્ટતા’. જીવન જીવવું એક વાત છે અને જીવન શા માટે જીવવું એ બીજી વાત છે. લક્ષ્ય વિષેની સ્પષ્ટતા જીવનની દિશા નક્કી કરે છે. દિશાનિર્ધારણ શક્તિ જાગરણનું મૂળ છે.
-૫૨ -
Page #35
--------------------------------------------------------------------------
________________
૫૧
લક્ષ્યનિર્ધારણ
જે વ્યક્તિને પોતાના લક્ષ્ય નથી હોતા તે વ્યક્તિ બીજાના લક્ષ્ય માટે જીવે છે. શેઠ અને નોકર વચ્ચે તફાવત આ જ છે. શેઠને પોતાના લક્ષ્ય છે. નોકરને શેઠના લક્ષ્ય પૂર્ણ કરવાના છે. મોટા ભાગે લોકો જીવન જીવે છે પણ શા માટે જીવે છે તે જાણતા નથી. તેમની જીવન શક્તિ વેડફાતી રહે છે. લક્ષ્ય વિના પ્રવૃત્તિ થતી રહે છે, પ્રગતિ થતી નથી. ઘાંચીનો બળદ પ્રવૃત્તિ કરે છે, પ્રગતિ નહીં. બળદને ઘાણીની આસપાસ ફરતો રાખવા તેની આંખે દાબડા બાંધવામાં આવે છે. લક્ષ્ય વિનાનો આદમી દાબડા બાંધેલા બળદ જેવો છે.
જીવનનું લક્ષ્ય સારું અને ઉમદા હોય તો શક્તિ જાગૃત થાય છે. યોગ્ય દિશામાં વપરાય છે અને ભીતરી સંપદામાં ઉમેરો થતો રહે છે. લક્ષ્ય વિનાની પ્રવૃત્તિ વેઠ કહેવાય. લક્ષ્ય વિનાની મહેનત મજૂરી કહેવાય. લક્ષ્ય વિનાનું જીવન કેવળ નોકરી જ કહેવાય.
લક્ષ્ય સતત પ્રેરણા આપતું રહે છે. લક્ષ્યને કારણે જીવનમાં શિસ્ત આવે છે. લક્ષ્ય નક્કી કરવાથી વિચારો સ્પષ્ટ બને છે. પ્રવૃત્તિમાં સ્થિરતા આવે છે. વિપરીત સંજોગોમાં ખડકની જેમ મજબૂત ઊભા રહેવાની તાકાત જન્મે છે.
ઉમદા લક્ષ્યને સિદ્ધ કરવા માટે ભોગ આપવો પડે છે. માત્ર વિચાર કરી લેવાથી લક્ષ્ય સાધ્ય થતા નથી. લક્ષ્ય બાંધતી વખતે વખતે આપણે વિશે આ પાંચ બાબતો ધ્યાનમાં લેવા જેવી છે.
એક, લક્ષ્યનો પૂરો વિચાર કરવો જરૂરી છે.
-૫૩ ~
sabada\2nd proof
બે, જ્યાં આપણી વિચાર શક્તિ અટકતી જણાય ત્યાં બીજાની સલાહ લેવી જરૂરી છે.
ત્રણ, મગજને કોઈપણ પ્રકારના પૂર્વગ્રહો કે દીનભાવનાઓથી મુક્ત રાખવું.
ચાર, તમારી પોતાની શક્તિનો કયાસ કાઢવો.
પાંચ, વર્તમાન સંયોગોની વિચારણા કરવી.
આપણે જે લક્ષ્ય બાંધીએ છે તે લક્ષ્ય Positive (હકારાત્મક) હોવું જોઈએ. બે, Present (વર્તમાનકાલીન) હોવું જોઈએ. ત્રણ, Pleasant (આનંદપ્રદ હોવું જોઈએ. લક્ષ્યનો વિચાર પણ આનંદપ્રદ હોવો ઘટે.
જીવનનાં લક્ષ્યો બે પ્રકારના છે. તાત્કાલિક લક્ષ્યો અને સ્થાયી લક્ષ્યો. તત્કાલ લક્ષ્યો સિદ્ધ થતા સફળતા મળે છે પણ એ સફળતાઓ જીવનમાં સ્થાયી લક્ષ્ય સામે સુસંગત હોવી ઘટે. પૈસા કમાઈએ પણ જીવનનો આનંદ ગુમાવી બેસીએ તો પ્રસન્નતા નહીં મળે. જીવનના સ્થાયી લક્ષ્યોના આધારે જ વ્યક્તિની મહત્તાનું મૂલ્યાંકન થાય છે.
સ્થાયી લક્ષની ત્રણ કેટેગીરી છે. આલોક, પરલોક અને પરમલોક. પરમલોકનું લક્ષ્ય સર્વોત્તમ છે. તમામ સુખદુઃખથી મુક્તિ મળે છે. પરલોકનું લક્ષ્ય ઉત્તમ છે. આલોકનું લક્ષ તો પશુ પાસે પણ હોય છે. જે વ્યક્તિ પરલોકને નજર સામે રાખીને જીવે છે તે ઉત્તમ છે. પણ પરમલોકને નજર સામે રાખે તે સર્વોત્તમ છે. ધર્મ ઉત્તમ અને સર્વોત્તમ લક્ષ્યની જાગૃતિપૂર્વકનું જીવન જીવતા શીખવે છે.
-૫૪
Page #36
--------------------------------------------------------------------------
________________
sabada\2nd proof
૫૩
સંસારનું યથાર્થદર્શન
સુખને એક અવસર આપો
માણસ બે વિશ્વમાં જીવે છે. ૧. વાસ્તવિકતાનું ૨. કલ્પનાનું.
વાસ્તવિકતાનું વિશ્વ પદાર્થનિર્મિત છે. કલ્પનાનું વિશ્વ વ્યક્તિ પોતે બનાવે છે. ઘર વાસ્તવિક વિશ્વમાં આવે. ઘર વિષેની કલ્પના અને ધારણા કલ્પનાના વિશ્વમાં આવે. માણસ તેનું ખરું જીવન કલ્પનાના વિશ્વમાં જીવે છે. આ વિશ્વ જુદું છે. સંસાર દુ:ખદાયક છે એવું સંતો કહે છે. બહારનું વિશ્વ તો તટસ્થ છે. એ સારું પણ નથી અને ખરાબ પણ નથી. તેનું બુદ્ધિ દ્વારા થયેલું પૃથક્કરણ ખોટું કે ખરાબ હોય છે. બહારનું વિશ્વ સામેથી કયારેય આક્રમણ નથી કરતું. તેનું અર્થઘટન આક્રમક બનાવે છે.
દરિયાનું પાણી હોડીમાં ન જાય ત્યાં સુધી હોડી સલામત તેમ બહારના નિમિત્તો મન સુધી ન પહોંચે ત્યાં સુધી આત્મા સલામત. નિમિત્તોનાં પાણી આત્મા સુધી પહોંચે છે, ઇન્દ્રિય અને મન દ્વારા. ઇંદ્રિય અને મન આસક્તિના કબજામાં હોય ત્યાં સુધી ખોટા નિર્ણયો થયા કરે છે. મન જ ધારણાનું જગતુ સર્જે છે. અને ઇન્દ્રિયો કલ્પનાના ઘોડાપૂરને ઉત્તેજે છે. આપણી ગુલામ ઇન્દ્રિયો આપણને ગુલામ બનાવે છે. આ પરવશતા માણસને નિઃસત્ત્વ બનાવે છે. ભર્તુહરિને એકવાર સંસારનું યથાર્થદર્શન થયું અને તે યોગી બની ગયા. આપણને ઘણીવાર ફટકા પડે છે, છતાં આપણી આંખ ઉઘડતી નથી. સંસાર જયારે દુ:ખના પ્રસંગ સરજે ત્યારે તેને નિમિત્ત બનાવી ઇન્દ્રિયોના આવેગને નબળા પાડવાનો અભ્યાસ પાડવો જોઈએ. ઇન્દ્રિયો દ્વારા મનને મળતાં ખોરાક પર રોક લાગવી જોઈએ. આ રોક સમજણથી લાગી શકે છે.
પરમાત્મા આપણું જીવન સુખથી અને પ્રકાશથી ભરી દેવા માંગે છે. આપણા દુ:ખ વિશે આપણા કરતા વધુ ચિંતા પરમાત્માએ કરી છે. સુખને પામવાની લ્હાયમાં સુખને શોધવાની દૃષ્ટિ માનવી ગુમાવી બેઠો છે. સુખ પ્રાપ્તિમાં નથી, મુક્તિમાં છે. આપણું જીવન પ્રાપ્તિ પાછળ વીત્યું છે. સરવાળે હાથમાં દુ:ખ જ આવ્યું છે. પ્રાપ્તિનું પાગલપન છૂટે અને માન્યતામાં પરિવર્તન આવે તો સુખી થવું અઘરું નથી. સુખ તો આપણો આત્મસિદ્ધ હક છે. પ્રાપ્તિની પરવશતામાંથી જે બહાર આવે છે તે સુખી બને છે. ‘સંતોષી નર સદા સુખી'. જેની જરૂરિયાતો ઓછી તે સુખી. ફેસીલીટી અને નેસેસરી શબ્દ વચ્ચેનો તફાવત સમજી શકે તે સુખી. જીવન જીવવા માટેની જરૂરિયાતો બહુ જ અલ્પ છે. હવા, પાણી, ખોરાક, વસતિ વગેરે જરૂરિયાતો પૂરી કરવા બહુ મહેનત નથી પડતી, ઘણી જરૂરિયાતો કુદરત સાવ મફતમાં પૂરી પાડે છે, છતાં માણસ દુ:ખી છે. કેમ કે તેની અપેક્ષાઓ વધુ પડતી છે. આ અપેક્ષાઓની જંજાળ પૂરી કરવામાં અને સાચવવામાં માણસ કરોળિયા જેવા જાળાં રચે છે, અને આખર એમાં જ ફસાઈને મરી જાય છે.
તમારું સુખ તમારાથી દૂર નથી. તમારું સુખ તમારી બહાર નથી. તમારી ભીતરમાં સુખનો સમંદર લહેરાઈ રહ્યો છે. સુખ માટે બહારની રઝળપાટ છોડીને ભીતરના સુખને એક અવસર આપીશું તો જીવન સુખી બનશે.
અવસર : જીવન જાગૃતિ પ્રવચન શ્રેણી-૧
- ૫૬ -
- પપ
Page #37
--------------------------------------------------------------------------
________________
sabada\2nd proof
૫૪ દુઃખ આશીર્વાદ છે, અભિશાપ નથી
આવે ત્યારે તેનાં કારણોનો વિચાર કરો.
દુ:ખ આપણા જીવનઘડતરની પ્રક્રિયા છે. બુટ્ટા ટાંકણાથી શિલ્પ ઘડાતું નથી. દુખી થયા વિના ઘડતર થતું નથી. દુ:ખના કાળમાં તમારી ભીતરી શક્તિઓ બહાર આવે છે. દુ:ખના સમયમાં મન વધુ સંવેદનશીલ હોય છે. દુઃખના સમયમાં માણસ ભગવાનની વધુ નજીક રહી શકે છે. આ અર્થમાં દુઃખ આશીર્વાદ છે. અભિશાપ નથી. દૃષ્ટિ બદલાઈ જાય તો દુઃખની વચ્ચે પણ પ્રસન્ન રહી શકાય છે.
સુખ અને દુ:ખ સિક્કાની બે બાજુ જેવા છે. બંનેને તદ્દન જુદા પાડી શકાય નહીં. તમે જ્યારે સુખ પસંદ કરો છો ત્યારે બીજી બાજુ દુ:ખ પણ આવે જ છે. તેમને સુખની ઝંખના હોય તો તમે દુ:ખને ટાળી શકો નહીં. આ વાસ્તવિકતા છે. જો તમે દુઃખનો તિરસ્કાર કરશો તો સુખ પણ જતું રહેશે.
માણસ દુ:ખ નથી ઇચ્છતો. દુ:ખ આવે તો પહેલા દુઃખથી ડરતો રહે છે. એ લડાઈમાં હારી જાય ત્યારે રડતો રહે છે. દુઃખ જીવનની એક અવસ્થા છે. તમારા ટાળવાથી દુ:ખ ક્યારેય ટળવાના નથી. પરિસ્થિતિનું દુઃખ ટળી શકે પણ મનઃસ્થિતિનું દુઃખ ન ટળી શકે. સાચું દુઃખ ‘દુ:ખ'નું નથી પરિસ્થિતિને કારણે સરજાતી મનઃસ્થિતિનું છે. પરિસ્થિતિનું દુઃખ કાંટા જેવું છે. કાંટો સામે ચાલીને નથી લાગતો. તમે ખોટી રીતે ખોટી જગ્યાએ પગ મૂકો છો તો જ વાગે છે. પરિસ્થિતિનું તમે ખોટું અર્થઘટન કરો છો તો માનસિક દુઃખ થાય છે. માનસિક દુ:ખ પરિસ્થિતિ બદલવા પ્રેરે છે. તે માટે સંઘર્ષ થાય છે.
દુ:ખથી બચવા દુ:ખથી ભાગો નહીં, પણ જાગો. પરિસ્થિતિને સહજતાથી સ્વીકારી લેવાની તૈયારી હોય તો કોઈ દુ:ખ, દુઃખ રહેતું નથી. દુ:ખનો દ્વેષ કરવાથી વેદના વધે છે. સ્વીકાર કરવાથી વેદના ઘટે છે. તમારા ૧૦૦ દુ:ખોમાંથી ૯૯ દુઃખનું કારણ તમે પોતે જ છો. દુ:ખ
- ૫૭ -
- ૫૮ -
Page #38
--------------------------------------------------------------------------
________________
૫૫
ઉગતી પ્રજાના ઘડવૈયાઓને
બાળપણ નિર્દોષતા અને સરળતાની ઉંમર છે. આજના સંતાનો અને મા-બાપો વચ્ચે જનરેશન ગેપ ઉપરાંત સાઈકોલોજીક ગેપનું નિર્માણ થયું છે. તેનાં ત્રણ કારણો છે.
(૧) વર્તમાન શિક્ષણપ્રણાલી.
(૨) ટેલિકમ્યુનિકેશન્સ.
(૩) આધુનિક વાતાવરણ.
માતા-પિતા પોતાના સંતાનને સારું શિક્ષણ આપવા ઇચ્છે છે. પણ આજનું શિક્ષણ માહિતીલક્ષી છે, જીવનલક્ષી નથી. અર્થલક્ષી છે. ધર્મલક્ષી નથી. આજનું શિક્ષણ લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓને મનીમેકિંગ મશીન બનાવીને બહાર પાડે છે. પણ સંસ્કારનાં નામે મીંડુ હોય છે. શિક્ષણમાં માતૃભાષા સિવાયની બીજી ભાષાઓને પ્રાધાન્ય અપાય છે. તેની ઘણી વિપરીત અસર પડે છે. ભાષાઓનો ક્રમ આ મુજબ હોવો જોઈએ. માતૃભાષા, સ્વધર્મભાષા, પ્રદેશ ભાષા, રાષ્ટ્રભાષા અને છેલ્લે વિશ્વભાષા. આજે આ ક્રમ ઊલટાઈ ગયો છે. અંગ્રેજી સૌથી પહેલી શીખવાય છે. ભાષા તરીકે કોઈપણ ભાષા સારી કે ખરાબ હોતી નથી. પણ અંગ્રેજી સાથે અંગ્રેજીયત શીખવાને મહત્વ અપાય છે, તે આ ભૂમિ માટે કેટલું યોગ્ય છે ? મા-બાપોએ પોતાનાં સંતાનોનાં જીવનમાં શિક્ષણ કરતા સંસ્કારોને વધુ મહત્વ આપવું જોઈએ. જે શિક્ષણ સંસ્કરણવિરોધી હોય તેનું બ્રેઇનવોશીંગ કરવાની જાગૃતિ દાખવવી જોઈએ.
-
-૫૯ -
sabada\2nd proof
આજનો બાળ આવતીકાલનો રખેવાળ છે. આવતીકાલનો રખેવાળ આજે દિગ્માન્ત છે. આજની બાળપેઢીને માતા-પિતા તરફથી અપેક્ષિત વાત્સલ્ય, સદ્ભાવ અને સંસ્કાર પ્રાપ્ત થતા નથી. પરિણામે આખી પેઢી ટેલિવિઝન જેવા માધ્યમોમાં બંધાઈ ગઈ છે. જે વ્યક્તિઓના જીવનમાં ચારિત્ર જેવું કંઈ નથી, જેઓ પૈસા ખાતર પોતાના રૂપને વેચી રહ્યા છે, તેવા ફિલ્મસ્ટાર્સ આજની પેઢીના આદર્શ બની ગયા છે. જેમને ઘરના દરવાજે ઊભા ન રાખી શકાય તેવા માણસો ટી.વી.ના માધ્યમથી ઘરમાં ૨૪ કલાક માટે ઘૂસી ગયા છે. મા-બાપ જો ધ્યાન ન રાખે તો સંતાનો સંસ્કારહીન બની જાય છે. મા-બાપોએ સંતાનોને શું જોવું શું ન જોવું તે શીખવવું જોઈએ. મા-બાપ જો ટી.વી. જોવાનું બંધ કરી દે તો સંતાનો આ પાપથી આસાનીથી બચી શકે છે. અમેરિકામાં શિશુપેઢી અગ્રેસીવ બની ગઈ છે. બાળગુનાખોરીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ત્યાંના પ્રમુખ માટે ચિંતાનો વિષય છે. બાળપેઢીને ગુનાખોરીથી વાળવા પ્રમુખની સંશોધક ટીમે પ્રસ્તાવ રજૂ કર્યો છે—મા-બાપને જગવવાનો. મા-બાપ સંતાનોને ટી.વી.થી દૂર રાખે. રાત્રે દસ વાગ્યા પછી ટી.વી. પર ગર્વમેન્ટ રીલીઝ કરે છે, ‘હવેના કાર્યક્રમો તમારા સંતાનો માટે નથી.' ભારતના મા-બાપો ચેતશે ?
મા-બાપ અને સંતાન વચ્ચેનો સંબંધ દુનિયાનો પવિત્રતમ સંબંધ છે. દરેકના બાળકનાં મનમાં મા-બાપની છબી ભગવાન કરતાં પણ પવિત્ર હોય છે. મા-બાપ જેને ભગવાન તરીકે ઓળખાવે તે જ બાળક માટે ભગવાન હોય છે. આ પવિત્ર સંબંધમાં મા-બાપનાં મનમાં રહેલા સ્વાર્થને કારણે કે અણસમજને કારણે તિરાડ પડે છે. મા-બાપ બનવું બહુ મોટી જવાબદારી છે. આ જવાબદારી મા-બાપ ભૂલી જાય તો એક જીવનનું સત્યનાશ વળી જાય છે. ફર્નીચર બગડે કે ઘર તૂટે તો નવું બની
-૬૦
Page #39
--------------------------------------------------------------------------
________________
sabada\2nd proof
મર્યાદા તને લાખ લાખ નમસ્કાર
જાય પણ સંતાન બગડે પછી નવું બનતું નથી. મા-બાપ તરફથી સંતાનને સંભાવ, સંસ્કાર અને સમય આ ત્રણ વસ્તુ અનિવાર્ય પણે મળવી જોઈએ. તે માટે મા-બાપ શું જાગૃતિ રાખી શકે ? મા-બાપ સંતાનને જે સંસ્કાર આપે તે પોતાના જીવનમાં જીવે. સંતાન ઉપર પોતાનો વિશ્વાસ છે. આ વાતની પ્રતીતિ કરાવે. તેમની ભૂલ થાય અને સજા કરવી પડે તેમ છતાં પણ સજા સાથે સંભાવ પણ દેખાડવો જોઈએ. સદભાવ વિના સજા કરવાથી સંતાનો બગડે છે. મા-બાપ વચ્ચે મતભેદ હોય તો સંતાનનું ભવિષ્ય બગડે છે. મા-બાપે ક્યારેય પોતાનાં સંતાનો વચ્ચે તુલના નહીં કરવી જોઈએ. પોતાનાં મનની મહત્ત્વકાંક્ષાઓ બાળકમાં રોપવાની ભૂલ કરવી નહીં.
અવસર : જીવન જાગૃતિ પ્રવચન શ્રેણી ૨-૩-૪
નદી પોતાની મર્યાદા મુકે ત્યારે પૂર આવે છે. સમુદ્ર મર્યાદા મૂકે છે ત્યારે સુનામી આફત સરજાય છે. પૃથ્વી મર્યાદા મૂકે છે ત્યારે ધરતીકંપ થાય છે. આકાશ મર્યાદા મૂકે છે ત્યારે સર્વનાશ સરજાય છે. એક નાવમાં કાણું ન પડે એ જેટલું મહત્વનું છે એટલું મહત્વ જીવનમાં મર્યાદાનું છે. આ ભૂમિ મર્યાદાની ભૂમિ છે. આર્ય સંસ્કૃતિની ધરોહર મર્યાદા છે. રામાયણથી મહાભારત સુધીની કથાઓ મર્યાદાનું મહિમાગાન કરે છે. સીતાજીએ લક્ષ્મણરેખાનું ઉલ્લંઘન કર્યું તો રાવણ તેમનું અપહરણ કરી ગયો. મર્યાદા ચૂકાય તો જ પાપ ફાવે છે. કુટુંબના બાળકો માતાપિતાની આજ્ઞામાં રહે, માતા-પિતા કુટુંબની આજ્ઞામાં રહે, વડીલ સંતોની આજ્ઞામાં રહે. સંત, શાસ્ત્રની આજ્ઞામાં રહે અને શાસ્ત્ર ભગવાનની આજ્ઞામાં રહે છે. આ મર્યાદા ચૂકાય તો તેનું નુકશાન પારાવાર હોય છે. અણીના સમયે બેકને બદલે એક્સીલેટર પર પગ મૂકાય તો એકિસડંટ થવાનો જ છે. મર્યાદાને નેસ્તનાબૂદ કરવામાં સિંહફાળો આપનાર તત્ત્વ ટી.વી., ફેશન અને મિત્રવર્તુળ છે. દેખાદેખીથી ફેશનને કારણે ઘૂસી ગયેલી અનેક બદીઓથી સમાજ ઊભરાઈ રહ્યો છે. ત્યારે મહાત્માઓ જ શરણ છે, જે મર્યાદા પાળે છે અને મર્યાદાનો અર્થ બતાવે છે.
ભારતમાં જ્યારથી ટેલિવિઝનનું આગમન થયું છે. ત્યારથી ચારિત્રની હોળી સળગી છે. આ દેશમાં ટી.વી. ચાલુ થયું ત્યારે તેનો ઉદેશ શૈક્ષણિક પ્રસાર માધ્યમ તરીકે થશે, તેવી જાહેરાત થઈ હતી. દૂરદર્શનનું સ્લોગન ‘સત્વે શિવ સુન્દરમ્' છે. આજે દૂરદર્શનમાં સત્ય શિવ અને સુંદર શું છે ? મનોરંજનના બહાને દુનિયાભરની સારી-નરસી
Page #40
--------------------------------------------------------------------------
________________
સિરિયલો ઠલવાઈ રહી છે. અનેક દેશોમાં પ્રામાણિક સંશોધનો બાદ પૂરવાર થયેલું સત્ય છે કે ટી.વી. માણસને વધુ પડતો મહત્વાકાંક્ષી આક્રમક અને અતૃપ્ત બનાવે છે. સેટેલાઈટ ચેનલો આજે દુઃશાસનની જેમ મર્યાદારૂપી દ્રૌપદીના વસ્ત્રોનું ચીરહરણ કરી રહી છે. પાંડવો હારી બેઠા છે. સભા ચૂપ છે એ સહુથી મોટી કમનસીબી છે. દ્રૌપદીના ચીરની રક્ષા કરનાર કોઈ દેવ નથી.
ટી.વી. જોઈને માહિતી વધી હશે. પણ માણસનાં મન બગડી ગયા છે. ગોહિલવાડમાં જોગીદાસ ખુમાણ નામનો બહારવટીયો ત્રાસ ફેલાવતો પણ બહેનો સુરક્ષિત હતી. સ્ત્રીને જોઈને વિકાર જાગી જતાં આંખમાં મરચું નાખી દેનાર નરેન્દ્ર હતો. આજે શરીફ ગણાતા વર્ગમાં પણ માનસિક પવિત્રતા રહી નથી.
ભારતદેશની સંસ્કૃતિ સ્વતંત્રતામાં નહીં, પરતંત્રતામાં માને છે. ઉશૃંખલતામાં નહીં, મર્યાદામાં માને છે. જીવનના પ્રત્યેક વ્યવહારમાં મર્યાદાનું મહત્ત્વ છે. વસ્તુ જેટલી કિંમતી તેટલી સુરક્ષાની વ્યવસ્થા વધુ હોય. વ્યક્તિ જેટલી કિંમતી એટલી મર્યાદા વધુ. સફળ માણસો સફળ બને છે, તેનું એક કારણ એ છે કે તેઓ મર્યાદાને માન આપે છે. પોતાની અને બીજાની મર્યાદાને માનપૂર્વક જાળવે છે. જે વ્યક્તિ પોતાની અને બીજાની મર્યાદાને માનપૂર્વક જાળવે છે, જે વ્યક્તિ પોતાને મળેલી સંસ્કૃતિની યથાર્થ કિંમત સમજે છે તે જ મર્યાદાનું મહત્ત્વ સ્વીકારે છે. અવસર : જીવન જાગૃતિ પ્રવચન શ્રેણી-૫, શ્રા.સુ.૧૫
~€3~
sabada\2nd proof
૫૭
મા-બાપને ભૂલશો નહીં
માણસનું જીવન કેવળ પોતાની શક્તિ પર નથી ચાલતું. જીવન પામવા, ચલાવવા અને સારું બનાવવા અનેક-અનેક વિશિષ્ટ આત્માઓના ઉપકાર છે. પહેલો ઉપકાર પરમાત્માનો. બીજો ઉપકાર ગુરુભગવંતોનો અને ત્રીજો ઉપકાર મા-બાપનો છે. નજદીકી ષ્ટિએ માબાપનો ઉપકાર સર્વપ્રથમ છે. તમે ઉપકારી તત્ત્વોના ઉપકારોને ભૂલી જઈને ગમે તેટલી તરક્કી કરો તો પણ સાચી શાંતિ નહીં પામો.
સફળતા પુણ્યથી મળે છે. શાંતિ આશીર્વાદથી મળે છે. આકાશમાં ઘણી બધી ઊંચાઈ હાંસલ કરનાર પતંગ ત્યાં સુધી સલામત છે જ્યાં સુધી તેની દોરીનો છેડો કો'કના હાથમાં છે. જીવનના ક્ષેત્રે અનેક સ્તરની ઊંચાઈ હાંસલ કરનારા આપણે ત્યાં સુધી જ સલામત છીએ જ્યાં સુધી આશીર્વાદની દોરી મા-બાપના હાથમાં સલામત છે.
માતાએ આપણા શરીરને આકાર આપ્યો. આપણે પરપોટાથી વિશેષ કાંઈ ન હતા. તેમાંથી આ શરીરના સર્જન માટે ૯-૯ મહિનાનો સમય આપ્યો. આજે આપણે જીવનના નવ મહિના કેવળ બીજાને માટે ફાળવી શકીએ ખરા ? આપણી માતાએ આપણને જન્મ આપ્યો. એર્બોશન ન કરાવ્યું. આપણા જન્મ સમયે મરણ જેવી વેદના સહન કરી. સમાજમાં સ્થાન આપ્યું. પ્રેમ-સંવેદના-લાગણી-નિર્ભયતા અને સારા સંસ્કારો આપ્યા. તમને મોટા કર્યા પછી તમારો હાથ પત્નીના હાથમાં સોંપી દીધો. દુનિયામાં પરમાત્મા પછી સહુથી પવિત્ર શબ્દ માતા છે. છતાં જીવનમાં સહુથી વધુ ઉપેક્ષા માતાની થઈ છે. જે માતાએ બોલતા શીખવ્યું તેને સંતાનો ચૂપ રહેવાનું કહે છે. જેણે ચાલતા શીખવ્યું તેને
-૬૪
Page #41
--------------------------------------------------------------------------
________________
sabada\2nd proof
ખૂણામાં પડી રહેવાનું કહે છે. જેણે અક્કલ આપી તેને ‘અક્કલ વગરની’નો શિરપાવ મળે છે. જેણે શરીર આપ્યું તેને ટેકો આપતા શરમ આવે છે. જેણે દુનિયા ઓળખાવી તેને “ખબર ન પડે” એવું સર્ટિફિકેટ મળે છે. પાંચ દીકરાને ઉછેરનારી મા પાંચ દીકરાના ઘરમાં સચવાતી નથી. પાંડવો અન્યાય અને ઓછા સાધનો વચ્ચે સફળ થયા. તેનું કારણ તેમણે મા અને સલાહકાર સારા મળ્યા. તેમણે છેલ્લે સુધી બન્નેને સાચવી રાખ્યા. કુંતી અને કૃષ્ણ પાંડવોના વિજયના કર્ણધાર છે. દુર્યોધનની માતા ગાંધારી આંખે પાટા બાંધીને જીવતી. રામચંદ્રજીએ વનવાસથી પાછા ફર્યા પછી સહુથી પહેલા કૈકયીની મુલાકાત લીધી. ચક્રવર્તી ભરત રોજ દાદીનો ઠપકો પ્રેમથી સાંભળતા.
માતા કરતા પિતા વધુ ઉપેક્ષિત છે. માએ આપણને સાચવ્યા તો પિતા મા-ને સાચવે છે. આપણને સગવડ સલામતી અને સંપત્તિ પિતા દ્વારા મળી. ઇજ્જત, આબરુ અને ભરોસો પિતાએ આપ્યો. આપણાં સુખ માટે ૧૦-૧૨ કલાક મજૂરી કરી. દુનિયાના સ્વાર્થથી આપણને બચતા રાખ્યા. માતા જો ફૂલ જેવી કોમળ છે. તો પિતા નારિયેળ જેવા છે. બહારથી કઠોર ભલે હોય. ભીતરથી કોમળ. રામચંદ્રજીએ પિતા માટે વનવાસ સ્વીકાર્યો. કુણાલે પિતાજીના વચન ખાતર આંખોનું બલિદાન આપ્યું. ભીષ્મ પિતાના સુખ ખાતર લગ્ન અને રાજગાદી બને છોડ્યો.
આજે માતાપિતાની સ્થિતિ અનાથ બાળક જેવી બની ગઈ છે. ઢળતી ઉંમરે થતી નાની બિમારી પણ શરીરમાં કાયમી ઘર કરી જાય છે. વૃદ્ધોને સહાનુભૂતિ નથી મળતી. વૃદ્ધો વધુ ને વધુ ઘરની બહાર રહે છે. ઘણીવાર મા-બાપે સંતાનો પર ભરણ-પોષણનો દાવો કરવો પડે છે. માબાપને સંતાનો તરફથી જોઈતો સદ્ભાવ મળતો નથી. મા-બાપની અપેક્ષા નાની જ છે–“મારું” સંતાન ‘મારું' રહે, એવો વિશ્વાસ. તેમનો આ વિશ્વાસ તૂટે છે ત્યારે તેમનું અસ્તિત્વ હચમચી જાય છે. તેમની
હતાશા યાતો સ્વભાવમાં યાતો શરીરમાં પ્રતિબિંબિત થાય છે.
તમારા મા-બાપ પાસે ૧૦ મિનિટ બેસો તેમને સાંભળો. તેમના પગ દબાવો. માતા-પિતાના આશીર્વાદ લેજો, અભિશાપ ન લેશો.
માતાપિતા અને સંતાનો વચ્ચે ખાઈ બનવાનું કામ મોટે ભાગે પત્નીઓ કરતી હોય છે. ગૃહલક્ષ્મી પતિના ઘરને પોતાનું ઘર સમજે તો ઘર-ઘરની સમસ્યા ઘણી સહેલાઈથી ઉકેલાઈ જાય.
તમારા સંતાનો તમારી વૃદ્ધાવસ્થામાં એવો જ વ્યવહાર કરશે જેવો આજે તમે તમારા માતાપિતા સાથે કરો છે ! મા-બાપને શ્રવણની જેમ ખભે ન ઉપાડીએ તો કંઈ નહીં, તેમનો સહારો તો ન ઝૂંટવીએ. કુણાલની જેમ આંખો ન આપીએ પણ તેમની આંખમાં આંસુ તો ન પડાવીએ. રામચંદ્રજીની જેમ વનવાસ ન જઈએ પણ તેમને ઘર બહાર તો ન કાઢીએ.
અવસર : જીવન જાગૃતિ પ્રવચનશ્રેણી-૬
=
=
=
=
Page #42
--------------------------------------------------------------------------
________________
sabada 2nd proof
૫૮ ક્રોધનાં ફળ ૐવાં હોય છે.
૫૯ સીતા અને દ્રૌપદી
ક્રોધના ફળ કડવાં છે. એ દરેક જાણે છે, છતાં ક્રોધથી મુક્ત બની શકાતું નથી. મહિને એક દિવસ માથું દુ:ખે એ પીડા કહેવાય. રોજ માથું દુ:ખે એ રોગ કહેવાય. મહિને એક વાર ગુસ્સો આવે તે દોષ કહેવાય. પણ રોજ ગુસ્સો આવે તે રોગ કહેવાય. ક્રોધ ખરાબ છે તે કરતા ક્રોધની આદત વધુ ખરાબ છે. માણસની મનોવૃત્તિમાં જો ક્રોધ દ્વારા મળતી સફળતાનું મહત્વ વધારે હોય તો ક્રોધ અસાધ્ય રોગ બની શકે છે. ક્રોધ દ્વારા મળતી સફળતા, નિષ્ફળતાથી વધારે ખતરનાક હોય છે. નાના ગુંડાના ત્રાસમાંથી મોટો ગુંડો છોડાવે ત્યારે જીત ગુંડાગીરીની જ થતી હોય છે. ક્રોધ મોટા ગુંડા જેવો છે. નિરંકુશ વ્યક્તિને ક્રોધ જલ્દી આવી જાય છે. ક્રોધને જીતવા માટે અનુશાસન સ્વીકારો. ભીમ અને દુર્યોધન શક્તિની અને આવેશની દૃષ્ટિએ સમાન છે. છતાં ભીમનો ક્રોધ વ્યાપક સ્તર પર નુકશાનકર્તા સાબિત થતો નથી. તેનું કારણ યુધિષ્ઠિરનું અનુશાસન છે. તેવું જ લક્ષ્મણનું છે. આવેશનો સ્વભાવ હોવા છતાં રામચંદ્રજીનું અનુશાસન તેમને બચાવી લે છે. ક્રોધની લાગણી વધારે ઘટ્ટ બને તો વેરનું સ્વરૂપ ધારણ કરે છે વેર, ઝેર કરતાં વધારે ખતરનાક છે. ઝેર એકવાર મારે, વેર ભવોભવ મારે છે. મનને સારા વિચારોનું આલંબન આપો. સારા વિચારો પોઝીટિવ લાગણીને ખીલવે છે.
અવસર : ‘ક્રોધને જીતવાનો માર્ગ’ પુસ્તિકાનું વિમોચન, શ્રા. વ. ૯
ભારત દેશને સંસ્કારોનો ભવ્ય વારસો મળ્યો છે. આજે એ વારસો ભુલાઈ ગયો છે. જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે. એ પતનના આરે ઊભી હોય છે. સીતા અને દ્રૌપદી જેવા મહાસતીઓ આ દેશનો અભુત આદર્શ હતા. વ્યક્તિ કર્મથી નહીં પણ ચારિત્રથી મહાન બને છે. મહાન વ્યક્તિ અને સાધારણ વ્યક્તિ વચ્ચે મહત્વનો તફાવત હોય છે. મહાન વ્યક્તિ પોતાના લક્ષ્ય વિષે સ્પષ્ટ હોય છે. સાધારણ વ્યક્તિને પોતાના લક્ષ્ય હોતા નથી. હોય તો સ્પષ્ટ હોતા નથી. સ્પષ્ટ હોય તો તેઓ લક્ષ્ય પ્રત્યે પ્રતિબદ્ધ નથી હોતા.
સાધારણ માણસ વસુ (ધન) કે વસ્તુને મહત્વ આપે છે. મહાન માણસ ધન કરતા વ્યક્તિને વધુ મહત્વ આપે છે. સીતાજી મહાન હતા. તેમણે જીવનમાં ઊંચા લક્ષ્યો રાખ્યા હતા. તેઓ જ્યાં ગયા હતા ત્યાં દરેક સ્થળે સદ્ભાવને જીતવાનો પ્રયાસ કરતા રહ્યા. પરિસ્થિતિને અનુકૂળ થવાની અદ્દભુત સૂઝ સીતાજી પાસે હતી. અન્યાય કરનારનું પણ ખરાબ કરવાનું તેમને ગમતું નહીં. ‘સુખની યાદ નહીં ને દુ:ખની ફરિયાદ નહીં* આ તેમનો જીવનમંત્ર હતો. સત્ત્વ, શીલ અને સદ્ભાવને સહારે તેઓ સંસારના સર્વોચ્ચ આદર્શ નારી બની ગયા. તેમણે આદર્શ ખડો કરવા પોતાના સુખ-સગવડને તિલાંજલિ આપી હતી. આજની પ્રજા સુગસગવડ ખાતર આદર્શોને તિલાંજલિ આપે છે. એ ખેદની વાત છે.
અવસર : જીવન જાગૃતિ પ્રવચન શ્રેણી-૭, શ્રા. વ. ૯
- ૬૮ -
Page #43
--------------------------------------------------------------------------
________________
૬૦
જીવનનું લક્ષ્ય નક્કી કરવા યુવાની શ્રેષ્ઠ તબક્કો છે
યુવાન રહેવું સહુને ગમે છે. પણ કાયમ માટે કોઈ યુવાન રહી શકતું નથી. જુવાની જિંદગી અને જોર આ ત્રણ જવા માટે જ આવે છે. યુવાની જિંદગીનો બહુ જ સુંદર તબક્કો છે. તેનો લાભ ઉઠાવતા આવડવું જોઈએ.
યુવાન હોવાના ત્રણ લક્ષણો છે.
જે નવું શીખવાને તત્પર હોય તે યુવાન છે.
જેની પાસે એકલા રહેવાની હિંમત હોય તે યુવાન છે.
જે નિખાલસતા અને આત્મ-વિશ્વાસથી ભરપૂર હોય છે તે યુવાન છે.
આજના યુવાનો આ ત્રણ આદતો કેળવી લે તો વિશ્વ પલટાઈ જાય. યુવાનોમાં નવું શીખવાની મનોવૃત્તિ મરી પરવારી છે. સ્કૂલકૉલેજ છોડ્યા પછી વાંચવાની કે શ્રવણની આદત રાખનારા બહુ જ ઓછા છે. સારા વિચારો તો સારા ચારિત્રનું રૉ મટિરીયલ છે. સેકન્ડમાંથી મિનિટ-કલાક-દિવસ મહિના અને વરસ બને છે. તેમ સારા વિચારોથી સારું લક્ષ્ય બંધાય છે. લક્ષ્ય મુજબ આચરણ થાય છે. આચરણ, આદત બને છે. અને આદત, ચારિત્રનું નિર્માણ કરે છે.
યુવાનો પાસે સ્વતંત્ર વિચારશક્તિ નથી રહી તેને કારણે હિંમત કે સાહસ નથી. કે તેમની રુચિ-અરુચિ બીજાને જોઈને નક્કી થાય છે. નકલ ~ ૯
sabada\2nd proof
કરનારો માણસ નવો ચીલો ચાતરી શકે નહીં. જીવન શા માટે જીવવું છે તેના લક્ષ્ય વિના આત્મવિશ્વાસ ન જન્મે. આત્મવિશ્વાસનો અભાવ વૃદ્ધાવસ્થાની નિશાની છે.
જીવનનું લક્ષ્ય નક્કી કરવા માટે યુવાની શ્રેષ્ઠ તબક્કો છે. યુવાનોના જીવનમાં લક્ષ્ય પણ ઉછીના છે. બધાને ડૉક્ટર, ઉદ્યોગપતિ, ઇંજિનીયર, વેપારી બનવું છે પણ માણસ નથી બનવું. લક્ષ્ય વિના જીવન જીવનાર નાકામિયાબ માણસો છે. લક્ષ્ય જેટલું વિશાળ હોય તેટલું સર્વ કેન્દ્રિત હોય તે જરૂરી છે. સ્વકેન્દ્રી અને સ્વાર્થકેન્દ્રી લક્ષ્યો સફળતા આપી શકે છે. પણ સંતોષ નથી આપી શકતા.
અવસર : જીવન જાગૃતિ પ્રવચન શ્રેણી-૮
ક
- 06 -
Page #44
--------------------------------------------------------------------------
________________
૬૧
ક્ષમાપના જીવનનો અને ધર્મનો પ્રાણ છે
પરમાત્મા શ્રીમહાવીરદેવે જીવનને ઉચ્ચ બનાવવા બે સૂત્રો આપ્યા છે—અહિંસા અને ક્ષમાપના. આપણી પ્રસન્નતાનો પાયો અહિંસા છે. હિંસાથી વાતાવરણ બગડે છે. હિંસા સંવેદનાને ખતમ કરે છે. તો કષાયો સમતાને ખતમ કરે છે. આપણા જીવનનો મૂળમંત્ર બીજા જીવોનો વિચાર હોવો જોઈએ. આપણી દરેક પ્રવૃત્તિમાં બીજા જીવને દુઃખ ન થાય તેવી ભાવના હોવી જોઈએ. આપણા ક્ષુલ્લક સુખ માટે આપણે અનેક જીવોની હિંસા ઉત્તેજન આપીએ તે યોગ્ય ન ગણાય. સૌંદર્ય પ્રસાધનો કે સગવડ વધારતા સાધનોની પાછળ હિંસા અથવા ક્રૂરતા રહેલી છે તે વાત આખી દુનિયા જાણે છે. સરવાળે સહુ દુ:ખી થાય છે. નવી નવી શોધો થવા છતાં માનવજાત સંપૂર્ણ રોગ મુક્ત નથી બની શકી. તેનું કારણ વિકાસના પાયામાં રહેલી હિંસા છે. કબર પર મહેલ રચીને તમે શાંતિથી સૂઈ શકો નહીં. અહિંસા માટે આત્મ-પરિવર્તન આવશ્યક છે. જે ક્ષમાપના દ્વારા શક્ય બને છે. જગતના તમામ જીવોની જાતની અને જગત્પતિ પરમાત્માની ક્ષમા માંગીને અંતર નિર્મળ કરવાનું પર્વ પર્યુષણ છે. ક્ષમાપનાની શરૂઆત કુટુંબના સભ્યોથી થાય છે. ઘરના વડીલ દ્વારા ક્ષમાપનાની શરૂઆત થવી જોઈએ. ઘરના તમામ સભ્યો એક-બીજાની ક્ષમાપના કરી લે તો કુટુંબમાં રામાયણ મહાભારત સરજાતાં અટકી જાય. ક્ષમાયાચના કેવળ વ્યવહાર ન બની રહેતા જીવનધર્મ બની રહેવો જોઈએ. દીવાળીના ગ્રીટીંગ કાર્ડની જેમ ક્ષમાપના માત્ર કાર્ડથી થાય તે વ્યાજબી નથી. પરદેશમાં રહેતા સ્વજન સાથે ક્ષમા કરનાર વ્યક્તિ પાડોશી સાથે ક્ષમાપના ના કરી શકે તે આશ્ચર્ય કહેવાય.
અવસર ઃ પર્યુષણ પર્વ
- ૭૧ ~
sabada\2nd proof
૬૨
માણસ જીવન માટે નથી ખાતો જીભ માટે ખાય છે
માણસનું મન પાણી જેવું છે. ઢાળ મળે ત્યાં તરત વહી જાય છે. ખરાબ નિમિત્ત મળે તો મન તરત એ તરફ વળી જાય છે. પાણીને ઉપર ચઢાવવા મોટર ચલાવવી પડે છે. મનને ઉપર ચઢાવવા મહેનત કરવી પડે છે. પાણી અને મન માટે પતન સહજ છે. ઉત્થાન કઠણ છે.
જે વ્યક્તિ પોતાના દુઃખને જુએ છે અને બીજાના દોષોને જુએ છે. તેનું પતન જલ્દી થાય છે. જે વ્યક્તિ બીજાના દુઃખને અને પોતાના દોષને જુએ છે તેનું ઉત્થાન ઝડપથી થાય છે. પતનથી બચવા માટે જીવનમાં સારા આદર્શ હોવા જરૂરી છે. આદર્શ તરીકે શ્રેષ્ઠ વ્યક્તિને નજર સમક્ષ રાખવાથી ન ધારેલા કાર્યો સિદ્ધ થઈ શકે છે.
પર્યુષણના દિવસો શ્રેષ્ઠ આદર્શો અને આદર્શભૂત વ્યક્તિઓની યાદ કરાવે છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા મુક્તિનો શ્રેષ્ઠ આદર્શ આપી ગયા છે. સાડા બાર વરસના સાધના કાળમાં પરમાત્માએ સાડા અગિયાર વરસ ઉપવાસ કર્યા. ઉપસર્ગોની પરવા નથી કરી. સમભાવની સાધના કરી. કઠોર તપ કર્યું.
આત્માના ઊંડાણમાં ઘર કરી ગયેલા ગાઢ દોષોને બહાર લાવવાની પ્રક્રિયાનું નામ તપ છે. તપથી દેહ શુદ્ધિ અને મનશુદ્ધિ તો થાય જ છે. પણ દોષશુદ્ધિ સવિશેષ થાય છે. શરીરને તપાવે તે તપ નથી, લંઘન છે. મગજને તપાવે તે તપ નથી, દોષોને તપાવે તે તપ છે. તપથી ઇચ્છાઓ ઉપર કંટ્રોલ આવે છે. તપ દ્વારા દોષો મનનાં ઉપરના સ્તર પર આવે છે અને આલોચના સહેલી બને છે. તપ દ્વારા સંકલ્પસિદ્ધિ પ્રાપ્ત થાય છે.
~૭૨ -
Page #45
--------------------------------------------------------------------------
________________
તપ, પરમાત્મા શ્રીમહાવીરદેવે આચરેલી અને ઉપદેશેલી શ્રેષ્ઠ જીવનકળા છે. કદાચ પૃથ્વી પરનાં અનાજનાં ભંડાર ખૂટી પડે અને માનવજાત મરવા લાગે ત્યારે જૈન સાધુઓ સહુથી વધુ જીવશે. ખાધા કે પીધા વગર જીવવાની ટેવ તેમને માટે સહજસિદ્ધ છે. માણસ જીવન માટે નથી ખાતો. જીભ માટે ખાય છે. અને બિમારીઓને નિમંત્રણ આપે છે. ખોરાક દ્વારા ન કેવળ શારીરિક બિમારીઓ થાય છે. મન પણ વિકૃત બને છે. આહા૨સંયમ પરમાત્માએ વિશ્વને આપેલી સર્વોત્તમ ભેટ છે.
અવસર : પર્યુષણ પર્વ
-૭૩ -
sabada\2nd proof
૬૩
પાપ કરીને બૂલ ન કરે તે પાપી છે
માણસ દોષોને અને દુર્ગુણોને જાણે છે છતાં છોડી શકતો નથી. કારણ એ દોષોના સેવન દ્વારા શું ગુમાવી રહ્યો છે તેનું તેને જ્ઞાન નથી દોષોની સફળતા દોષને ઓળખવા નથી દેતી, સફળતા અભિમાન સરજે છે. જે દોષ સાથે અભિમાન જોડાય તે દોષ અસાધ્ય બની જાય છે. અભિમાની વ્યક્તિ પોતાના દોષને જોઈ શકતી નથી. આપણે આપણા દોષોને દોષ તરીકે જોઈએ તે આલોચના છે.
દોષશુદ્ધિની અને પાપશુદ્ધિની પ્રક્રિયાનો પ્રારંભ આલોચનાથી થાય છે. જેમ ઘર રોજ બે વાર સાફ થાય છે, તેમ મન પણ દિવસમાં બે વાર સાફ થવું જોઈએ. નીતિશાસ્ત્ર કહે છે : ‘માણસે રોજ સૂતા પહેલા એક વાતનો વિચાર અવશ્ય કરવો કે આજે મેં જે વર્તન કર્યું તે પશુને છાજે તેવું હતું કે સારા માણસને શોભે એવું હતું ?’ શરીર સાફ ન થાય તો રોગ થાય છે તેમ મન સાફ ન થાય તો સંક્લેશ જન્મે છે. વીસમી સદીમાં ઘણા રોગોની દવા શોધાઈ છે પણ માનસિક વિચારોની બિમારીનું પ્રમાણ વધ્યું છે. માણસના મનમાં પાપના વિચારોનો સંગ્રહ થતો રહે છે તેના નિકાલની કોઈ વ્યવસ્થા નથી.
આધુનિક મનોવિજ્ઞાનીઓ માનવમનનું વિશ્લેષણ કરીને તેનો ઉકેલ દર્શાવે છે કે જે વ્યક્તિ પોતાની લાગણીઓની વૉમિટ કરી નાખે છે. બીજાને કહી દે છે. તે હળવો બની શકે છે.’ પૂર્વના મહર્ષિ પતંજલિએ સ્વનિરીક્ષણનો માર્ગ દર્શાવ્યો છે. પરમાત્મા શ્રી મહાવીરદેવે આલોચનામાં આ બન્ને પ્રણાલીઓને સમાવી છે.
માણસ પોતાના વિચારોના ભારથી દુઃખી છે. માણસના
-૭૪ -
Page #46
--------------------------------------------------------------------------
________________
sabada 2nd proof
માંગણી વિનાની લાગણીની અભિવ્યક્તિનું નામ પ્રાર્થના
મોટાભાગના વિચારો ખરાબ-નકામા-નેગેટીવ અને પાપમય છે. જે પાપ કરે છે, તે પાપી છે, એ વ્યાખ્યા અધૂરી છે. પોતાના પાપને કબૂલ ન કરે, તે પૂરેપૂરો પાપી છે. આપણા પાપ દેખાય તે આલોચના છે. આલોચનાથી જ આત્મશુદ્ધિ થાય છે. પ્રામાણિકપણે મનોમન કરેલા પાપનો પસ્તાવો કરો. દોષોની નિંદા કરો. યોગ્ય અને ગંભીર ગુરુ સમક્ષ તમારા પાપોને કબૂલ કરો. દોષોનો સ્વીકાર કરો.
ભૂલ કરીને ભૂલનો બચાવ કરે તે પાપાત્મા. ભૂલ કરે પણ ભૂલનો સ્વીકાર કરી લે તે ધર્માત્મા. જેના જીવનમાં ભૂલ જ ન થાય તે પરમાત્મા. આલોચના પરમાત્મા બનવાનો દરવાજો છે.
અવસર : પર્યુષણ પર્વ
એક ભવની મહેનતથી ભગવાન નથી મળતા. ભવોભવની સાચી મહેનત હોય તો ભગવાન મળે છે. સંસાર અને વ્યવહાર ચલાવવા પૈસાની જેવી જરૂરત અને ઝંખના જાગે છે તેવી પ્યાસ પ્રભુ માટે ાગવી જોઈએ. સાચા દિલની પોકાર પરમાત્માને કાને પડવી જોઈએ. પરમાત્મા માટે સાચો પ્રેમ જાગવો જોઈએ. જંગલમાં ભૂલો પડલો પ્રવાસી જેમ સલામતી શોધે, બળબળતાં રણમાં મુસાફર શીળો છાંયડો ઝંખે તેવી પરમાત્મા મિલનની ઝંખના જનમવી જોઈ. સંસાર પાછળ પાગલ બનેલો આદમી ક્યારેય પરમાત્માનો પ્રેમી નથી બની શકતો. જ્યાં પ્રેમ હોય; ત્યાં મિલનની ઝંખના હોય, વિરહની વ્યથા હોય.
પરમાત્મા પાસે લાગણી હોય, માંગણી ન હોય. જ્યાં માંગણી હોય ત્યાં લાગણી ના હોય. જેમાં શરત હોય તે પ્રેમનો ભ્રમ હોઈ શકે, પ્રેમ ન હોઈ શકે. માંગણી વિનાની લાગણીની અભિવ્યક્તિનું નામ પ્રાર્થના. પરમાત્મા પ્રાર્થનાથી મળે છે. દુનિયાની તમામ પ્રાર્થનાનો સૂર એક છેપ્રભુ દ્વારા સ્વીકૃતિ મળે.’ સાગર જે ઉમળકાથી નદીને સ્વીકારે છે, મા; દીકરાને જે મમતાથી આવકારે છે એવો સ્વીકાર પ્રભુ દ્વારા થાય એ સ્વીકૃતિ માટેની મહેનતનું નામ પૂજા છે. આપણી ભીતરમાં છુપાયેલી પરમાત્મશક્તિ, પૂજા અને પ્રાર્થના દ્વારા પ્રગટ થાય છે. ‘હું પરમાત્મા બની શકું છું,' એ વિશ્વાસ જાગ્રત બને અને “મારે પરમાત્મા બનવા મહેનત કરવી જ છે” આ સંકલ્પ જન્મે ત્યાર પછી જે સભાવ ખીલે છે. તેના સહારે પરમાત્મા બની શકાય છે. તે સદભાવની પ્રાપ્તિ જ પરમાત્માની કૃપા છે.
અવસર : સંઘવી નગર - ચૈત્યપરિપાટી આસો સુદ-૧
* ૭૫ જ
Page #47
--------------------------------------------------------------------------
________________
sabada\2nd proof
૬૫
મૃત્યુ અને મહોત્સવ
મૃત્યુ જીવનનું અંતિમ અને નિરપવાદ સત્ય છે. મૃત્યુ એક જ ક્ષણમાં સંસારને વેરવિખેર કરી શકે છે. મૃત્યુ છે માટે જ ધર્મ જરૂરી છે.
મૃત્યુથી માણસ ગભરાય છે. કારણ કે મૃત્યુના સમયે નરી એકલતા હોય છે. તમારું શરીર પણ તમને દગો દે છે. મૃત્યુને ટાળી શકાતું નથી. પણ તેના ભયને જરૂર ટાળી શકાય. મૃત્યુનો સ્વીકાર મૃત્યુને મહોત્સવ બનાવવાનું પ્રથમ ચરણ છે. ભયને કારણે માણસ મૃત્યુનો વિચાર કરતો નથી. મૃત્યુનો વિચાર કરવાથી મૃત્યુનો ભય ટળે છે. મૃત્યુના વિચારમાં ત્રણ બાબતો આવે છે.
(૧) મૃત્યુને બગાડનાર તત્ત્વો (૨) મૃત્યુ સમયની ભાવદશા
૩) મૃત્યુ પછીની દુનિયાનો વિચાર
પાંચ તત્ત્વો મૃત્યુને બગાડી શકે છે. એક, વ્યસ્તતા. જીવનની જરૂરિયાતો અને સામાજિક અપેક્ષાઓ પૂર્ણ કરવામાં જ આપણો મોટા ભાગનો સમય વીતી જાય છે. રોજ મૃત્યુની તૈયારી માટે ૧૦ મિનિટ ફાળવો.
બે, સંસારની આસક્તિ. મૃત્યુ સંસારના તમામ સંબંધોથી છૂટા પાડે છે. સંબંધો સાથે જોડાયેલી આસક્તિ વિરહનું દુ:ખ જન્માવે છે. આ દુ:ખ મૃત્યુ બગાડે છે.
ત્રણ, અસંતોષ. અલ્લાઉદીન ખીમજી મર્યો ત્યારે પોતાની તમામ મિલકત સામે આસું સારતો મર્યો. તેને જીવનમાં સુખ નહીં ભોગવી શકવાનો વસવસો હતો. જીવનમાં સંતોષ નહીં હોય તો મરણ સમયે સ્વસ્થતા નહીં રહે. મનમાં સમાધાન નહીં હોય તો મરણ સમયે સમાધિ નહીં રહે.
શરીરમાં સહનશીલતા નહીં હોય મરણ સમયે સમતા નહીં રહે.
મૃત્યુને બગાડનાર ચોથું તત્વ છે–ભય. મૃત્યુ દુશ્મન નહીં પણ પરમસખા છે. જીંદગી દગો દઈ દે છે ત્યારે આપણને પડખે લે છે કેવળ મોત. એ મોત બદસૂરત કેવી રીતે હોઈ શકે ? મૃત્યુને પરમસખા માની લો તો મૃત્યુ પીડાદાયક નહીં લાગે.
મૃત્યુને બગાડનારું પાંચમું તત્ત્વ છે–શરીરના રોગો. રોગોની વેદના મનને વિચલિત કરે છે.
કેવી રીતે મરવું ગમે ? આ વાતનો વિચાર પણ મૃત્યુને મહોત્સવ બનાવી શકે છે. આપણને જો પસંદગી આપવામાં આવે તો કેવું મૃત્યુ પસંદ કરું ? એ વિશેની સ્પષ્ટ કલ્પના મગજમાં સ્થિર કરવી. મરવાનું
ક્યાં છે ? તેની ખબર નથી, પણ મને હૉસ્પિટલમાં મરવું ગમે કે રોડ પર ? ઘરમાં કે તીર્થભૂમિ પર ? એ વાત સ્પષ્ટ થઈ જાય તો મૃત્યુનો ભય ઘણો ઓછો થઈ જાય. મરતી વખતે શરીરમાં ઉત્તેજના ન હોય, મનમાં વાસનાઓ ન હોય. ભગવાન સામે હોય. તેમના ચરણોમાં માથું હોય મનમાં પ્રભુનું ધ્યાન હોય. હોઠો પર પ્રભુનું નામ હોય. આંખો સામે ભગવાનની તસવીર હોય અને પ્રભુના શબ્દો કાનમાં પડતાં હોય, એ રીતે આંખ મીંચાય તો મરણ મહોત્સવ બને.
મૃત્યુની સાથે બીજા બે ભય સંકળાયેલા છે. એક, એકલતાનો ભય અને બે, મરણ પછીની દુનિયાનો ભય, સાવ એકલતાનો અનુભવ નવો છે અને મૃત્યુ પછીની દુનિયાની આપણને જાણ હોતી નથી, તેથી ભય જન્મે છે. મર્યા પછીનાં જીવન વિષે આપણી પસંદગી સ્પષ્ટ હોય તો બીજો ભય ઓછો કરી શકાય. આપણું પરલોકનું એડ્રેસ આપણે આલોકમાં જ નક્કી કરી લેવું ઘટે. આ સરનામું નક્કી કર્યા પછી ત્યાં સુધી પહોંચવા માટે જીવનનું આયોજન કરી લેવું. મૃત્યુનો ભય નીકળી જાય તો એ સ્વયં મહોત્સવ છે.
- ૩૮ -
Page #48
--------------------------------------------------------------------------
________________ sabada\2nd proof પ્રવચન તંભ શ્રી હેમતલાલ છગનલાલ મહેતા પરિવાર - કલકત્તા શ્રીમતી પ્રભાબેન નંદલાલ શેઠ - મુંબઈ યુવા સંસ્કાર ગ્રૂપ - નાગપુર પ્રવચન પ્રેમી શ્રી સુધીરભાઈ કે. ભણશાળી - કલકત્તા શ્રી કુમારપાળ દિનેશકુમારે સમદડિયા - મંચર શ્રી શાંતિલાલ ગમનાજી રાંકા (મંડારવાળા) - સાબરમતી, અમદાવાદ આરટેલ એપરલ્સ - સાબરમતી, અમદાવાદ શ્રી પ્રેમચંદ રવચંદ શાહ (કુણઘેરવાળા) - અમદાવાદ શ્રી છગનલાલ તિલોકચંદ સંઘવી - સાબરમતી, અમદાવાદ પ્રવચન ભક્ત શ્રી ચંદુલાલ નેમચંદ મહેતા - કલકત્તા શ્રી છોટાલાલ દેવચંદ મહેતા - કલકત્તા શ્રી ખુશાલચંદ વનેચંદ શાહ - કલકત્તા શ્રી રસીકલાલ વાડીલાલ શાહે - કલકત્તા શ્રી કસ્તુરચંદ નાનચંદ શાહે - કલકત્તા શ્રી મંછાલાલ શામજી જોગાણી - કલકત્તા શ્રી ગુલાબચંદ તારાચંદજી કોચર - નાગપુર શ્રીમતી સમજુબેન મણીલાલ દોશી પરિવાર - નાગપુર ઉંઝાનિવાસી શ્રી નટવરલાલ પોપટલાલ મહેતા - નાગપુર શ્રી પ્રવીણચંદ્ર વાલચંદજી શેઠ (ડીસાવાલા) - નાસિક શ્રી ચંદ્રશેખર નરેન્દ્રકુમાર ચોપડી - વોરા શ્રી સુભાષકુમાર વાડીલાલ શાહ - કરાડ શ્રી પ્રકાશ બાબુલાલ, દેવેન્દ્ર, પરાગ, પ્રિતમ શાહ - મંચર શ્રીમતી હસમુખબેન જયંતીલાલ શાહ (પૃથ્વી) - વાપી શ્રી વિનોદભાઈ મણિલાલ શાહ - અમદાવાદ સ્વ. રંભાબેન ત્રિકમલાલ સંઘવી, હસ્ત - મહેન્દ્રભાઈ - સાણંદ શ્રી શેફાલી મૂર્તિપૂજક જૈન સંઘના આરાધકો - અમદાવાદ પુખરાજ રાયચંદ પરિવાર - સાબરમતી, અમદાવાદ એક સદ્ગૃહસ્થ, હરજી (રાજસ્થાન) વોરા નાગરધસ કેવળદાસ રિલિ. યુસ્ટ - અમદાવાદ શ્રી લાંબડિયા જૈન સંઘ - લાંબડિયા શ્રી નથમલજી પ્રતાપચંદજી બેડાવાળા - સાબરમતી શ્રીમતી રંજનબેન જયકુમાર શાહ - કેનેડા 20