Page #1
--------------------------------------------------------------------------
________________
જિ.
ઊનની રીત
જા
જે જીવ રાગ-દ્વેષરૂપ પરિણમેલ હોવાં છતાં પણ 'માત્ર શુદ્ધાત્મામાં જ (દ્રવ્યાત્મામાં જ સ્વભાવમાં જ)
‘હું પણું” (એકત્વ) કરે છે અને તેનો જ 'અનુભવ કરે છે, તે જ જીવ સમ્યદ્રષ્ટિ છે
અર્થાત્ તે જ સમ્યગ્દર્શનની રીત છે.
'લેખક - CA. જયેશ મોહનલાલ શેઠ
(બોરીવલી), B.Com, EC.A.
Page #2
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
- અર્પણ - માતા - પૂજ્ય કાંતાબેન, પિતા - પૂજ્ય સ્વર્ગીય મોહનલાલ નાનચંદ શેઠ,
તથા ભાઈ – શ્રી રશ્મિનભાઈ મોહનલાલ શેઠને.
“જે જીવ રાગ-દ્વેષરૂપ પરિણમેલ હોવાં છતાં પણ માત્રા શુદ્ધાત્મામાં જ (દ્રવ્યાત્મામાં જ સ્વભાવમાં જ) હું પણું (એકત્વ) કરે છે અને તેનો જ અનુભવ કરે છે, તે જ જીવા સમ્યગ્દષ્ટિ છે અર્થાત્ તે જ સમ્યગ્દર્શનની રીત છે.”
- લેખક - CA. જયેશ મોહનલાલ શેઠ (બોરીવલી),
B.Com.,
E.C.A.
પ્રકાશક: શૈલેશ પુનમચંદ શાહ
Page #3
--------------------------------------------------------------------------
________________
ક્રમ
૧ લેખકના હૃદયોદ્ગારો ...
૨ પૂર્વભૂમિકા ૩. સમ્યગ્દર્શન
૪ દ્રવ્ય – ગુણ વ્યવસ્થા
૫ દ્રવ્ય – પર્યાય વ્યવસ્થા...
-
૬ ઉત્પાદ-વ્યય-વરૂપ વ્યવસ્થા
૭ દ્રષ્ટિભેદે ભેદ
અનુક્રમણિકા -
...
વિષય
૮ પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
૯ સમ્યગ્દર્શનનું સ્વરૂપ
૧૦ સમ્યગ્દર્શનનો વિષય અર્થાત્ દ્રષ્ટિનો વિષય
૧૧ પંચાધ્યાયી પૂર્વાર્ધની દ્રષ્ટિનો વિષય દર્શાવતી ગાથાઓ
૧૨ આત્મજ્ઞાનરૂપ સ્વાત્માનુભૂતિ પરોક્ષ કે પ્રત્યક્ષ ૧૩ સ્વાત્માનુભૂતિ આત્માના ક્યા પ્રદેશે ...
૧૪ ઈન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી?
૧૫ પર્યાય પરમપારિણામિકભાવની જ બનેલ છે
૧૬ સ્વભાવપર્યાય અને વિભાવપર્યાય
૧૭ નવ તત્ત્વની સાચી શ્રદ્ધાનું સ્વરૂપ ૧૮ સમ્યગ્દર્શનનું લક્ષણ
૧૯ સભ્યદ્રષ્ટિને ભોગ બંધનું કારણ નથી ૨૦ નિમિત્ત-ઉપાદાનની સ્પષ્ટતા
:
...
૨૧ ઉપયોગ અને લબ્ધિરૂપ સમ્યગ્દર્શન...
૨૨ સ્વાનુભૂતિ વગરની શ્રદ્ધા
૨૩ સભ્યદ્રષ્ટિ જીવનો નિર્વિચિકિત્સાગુણ...
૨૪ સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
: :
૨૫ શુભોપયોગ નિર્જરાનું કારણ નથી
૨૬ સમ્યગ્દર્શન વિના દ્રવ્ય ચારિત્ર
૨૭ સ્વ-પર વિષયનો ઉપયોગ કરવાવાળો પણ આત્મજ્ઞાની હોય
:
: : :
:
પૃષ્ઠ
૧
૫
૧૧
૧૫
2220
૧૯
૨૧
૨૨
૨૪
૫૧
૫૫
૫
૬૨
28 33
૬૩
૬૪
૬૬
ક
5
૧
૭૬
મ
Z 8 B
૮૫
૮૬
૧૨૨
૧૨૪
૧૨૫
Page #4
--------------------------------------------------------------------------
________________
,,
૧૨૭
TRO
૧૨૯
૧૩
૧૩૫
૧૪૦
૧પ૯
૧૬)
૨૮ પ્રવચનસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય ર૯ નિયમસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
0 ધ્યાન વિશે ૩૧ સાધકને સલાહ ... ૩ર નિયમસાર અનુસાર ધ્યાન અને સમ્યગ્દર્શનનો વિષય ૩૩ પંચાસ્તિકાય સંગ્રહની ગાથાઓ ... ૩૪ અષ્ટપાહુડની ગાથાઓ ... ૩૫ સમ્યગ્દર્શન અને મોક્ષમાર્ગ ... ૩૬ સમયસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય ૩૭ સમયસારના અધિકારોનું વિહંગાવલોકન આ સમયસારના પરિશિષ્ટમાંથી અનેકાંતનું સ્વરૂપ ૩૯ બાર ભાવના ૪૦ ચિંતન કણિકાઓ . ૪૧ રાત્રિભોજન વિશે . ૪ર સમાધિ મરણ ચિંતન ...
૧૬૩
૧૬૫
૧૮૪
૧૯૯
૨૦૪
૨૦૬
૨૧૧
૨૧૩
© CA. જયેશ મોહનલાલ શેઠ
મૂલ્ય : અમૂલ્ય
નોંધ- આ પુસ્તક કોઈને છપાવવું હોય તો, અમારો સંપર્ક કરવા વિનંતિ છે. E-Book available on : www.jayeshsheth.com
- સંપર્ક અને પ્રાપ્તિ સ્થાન – શૈલેશ પુનમચંદ શાહ - ૪૦૨, પારિજાત, સ્વામી સમર્થ માર્ગ, (હનુમાન ક્રોસ રોડ નં ૨), વિલેપાર્લે (ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૫૭. ફોન નં ૨૬૧૩ ૩૦૪૮ મોબાઈલ નં ૯૮૯૨૪ ૩૬૭૯૯૭૩૦૩૨ ૮૧૩૩૪ જયકળા નલિન ગાંધી - સી/૫૦૨, એડવેન્ટ નિલ રેસીડન્સી, પૂર્ણપ્રજ્ઞા હાઈસ્કુલની પાછળ, ભરૂચા રોડ, ભાટલાદેવી મંદિરની સામે, દહિસર (ઈસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૬૮. ફોન નં ૨૮૯૫ ૨૫૩૦ મોબાઈલ નં ૯૮૩૩૬ ૭૭૪૪૭ / ૯૮૨૧૯ પ૨૫૩૦
ટાઈપ સેટીંગ ઃ સમીર પારેખ - ક્રિએટીવ પેજ સેટર્સ ફોન : ૯૮૬૯૦ ૦૯૯૦૭ મુદ્રાગ : નિલેશ પારેખ - પારસ પ્રિન્ટ્સ, ગોરેગામ, મુંબઈ ફોન : ૯૯૬૯૧ ૭૬૪૩૨
Page #5
--------------------------------------------------------------------------
________________
IV
સમ્યગ્દર્શનની રીત
અનુમોદક
જયકળા નલિન ગાંધી પરિવાર સ્વ. સરલાબેન બાબુલાલ સંઘરાજકા પરિવાર
Page #6
--------------------------------------------------------------------------
________________
ૐ શ્રી મહાવીરાય નમઃ
૧
લેખકના હૃદયોદ્ગારો
૧.
પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરીને શાસ્ત્ર અને સ્વાનુભૂતિના આધારે બહુજન હિતાય, બહુજન સુખાય સમ્યગ્દર્શન કે જે મોક્ષમાર્ગનો દરવાજો છે, તે સમ્યગ્દર્શનની વિધિ અને તેના માટે આવશ્યક ભાવ વિશે અર્થાત્ શેની ભાવના ભાવવાથી સમ્યગ્દર્શન પ્રગટે તે અર્થાત સમ્યગ્દર્શન માટે ચિંતન-મનનનો વિષય અને તેના સ્પષ્ટીકરણ માટે દ્રવ્યગુણપર્યાયમય સપ વસ્તુ કે જે ઉત્પાદ-વ્યયધ્રુવરૂપ પણ છે તે અને ધ્યાન કે જે કેવળજ્ઞાન, કેવળદર્શન અને મુક્તિનું કારણ છે તેના વિશે વિશેષ સ્પષ્ટીકરણ સહિત સમજાવવાનો પ્રયાસ અમે આ પુસ્તકમાં કરેલ છે. આ પુસ્તક અમારું પૂર્વે પ્રકાશિત ‘દૃષ્ટિનો વિષય’ નામના પુસ્તકમાં નવું ચિંતન ઉમેરીને બનાવવામાં આવ્યું છે. મુમુક્ષુ જીવોને અમારો અનુરોધ છે કે આપ આ પુસ્તક શરૂઆતથી અંત સુધી અધ્યયન/વાંચન કરીને પોતાનો મત બનાવો અન્યથા નહીં. જો આપણે થોડુંક/અધૂરું વાંચીને કે અમુક અંશ વાંચીને પોતાનો મત બનાવી લઈએ તો તે આપણા માટે જ હાનિકારક છે. અહીંયા હાનિ એટલે અનંત સંસાર, જે બહુ જ દુ:ખદાયક છે.
મને નાની ઉંમરથી જ સત્યની શોધ હતી અને તેને માટે સર્વ દર્શનનો અભ્યાસ કર્યો અને અંતે જૈનદર્શનના અભ્યાસ પશ્ચાત્ ૧૯૯૯માં ૩૮ વર્ષની ઉંમરે મને સત્યની પ્રાપ્તિ થઈ અર્થાત્ તેનો અનુભવ/ સાક્ષાત્કાર થયો. તપશ્ચાત્ જૈનશાસ્ત્રોનો પુનઃ પુનઃ સ્વાધ્યાય કરતાં અનેક વખત સત્યનો અર્થાત્ શુદ્ધાત્માનો અનુભવ થયો કે જેની રીત આ પુસ્તકમાં શાસ્ત્રોના આધારસહ સર્વે જનોના લાભાર્થે આપવાનો પ્રયત્ન કરેલ છે.
દરેક જૈન સંપ્રદાયમાં સમ્યગ્દર્શન વિશેનાં તો અનેક પુસ્તકો છે કે જેમાં સમ્યગ્દર્શનના પ્રકારો, સમ્યગ્દર્શનના ભેદો, પાંચ લબ્ધિઓ, સમ્યગ્દર્શનનાં પાંચ લક્ષણો, સમ્યગ્દર્શનનાં આઠ અંગો, સમ્યગ્દર્શનના ૨૫ મળ, વગેરે વિષયો ઉપર વિસ્તારથી વર્ણન છે; પરંતુ તેમાં સમ્યગ્દર્શનના વિષય વિશેની ચર્ચા બહુ જ ઓછી જોવામાં આવે છે, તેથી અમે તેના ઉપર પ્રસ્તુત પુસ્તકમાં થોડો પ્રકાશ પાથરવાનો પ્રયાસ કરેલ છે.
અમે કોઈ પણ મત - પંથમાં નથી. અમે માત્ર આત્મામાં છીએ અર્થાત્ માત્ર આત્મધર્મમાં જ છીએ, તેથી કરીને અત્રે અમે કોઈ પણ મત - પંથનું મંડન અથવા ખંડન ન કરતાં માત્ર આત્માર્થે
Page #7
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
જે ઉપયોગી છે તે જ આપવાની કોશિશ કરેલ છે, માટે સર્વે જનોએ તેને તે જ અપેક્ષાએ સમજવું એવો અમારો અનુરોધ છે.
અમે આ પુસ્તકમાં જે પણ જણાવેલ છે, તે શાસ્ત્રના આધારે અને અનુભવીને જણાવેલ છે; છતાં પણ કોઈને અમારી વાત તરંગરૂપ લાગતી હોય, તો તેઓએ આ પુસ્તકમાં જણાવેલ વિષયને કોઈ પણ શાસ્ત્ર સાથે મેળવી જોવો અથવા તો પોતે અનુભવીને પ્રમાણ કરી જોવો - આ બે સિવાય અન્ય કોઈ પરીક્ષણની રીત નથી. કોઈ પોતાની ધારણાને અનુકૂળ ન હોવાથી અમને તરંગ માને, તો એમાં અમારું કાંઈ નુકસાન નથી; કારણ કે તેનાથી અમારા આનંદની ભરતીમાં કોઈ પણ ઊણપ આવવાની નથી, પરંતુ નુકસાન તો માત્ર તરંગ માનવાવાળાનું જ થવાનું છે. છતાં આપને એવું લાગતું હોય કે આપે ધારી રાખેલ છે તે જ સાચું છે, તો આપને અમો કહીએ છીએ કે, આપ આપની ધારણા અનુસાર આત્માનુભૂતિ કરી લો, તો બહુ સરસ, અને જો આપ આપની ધારણા અનુસાર વર્ષો સુધી પ્રયત્ન કર્યા બાદ પણ ભાવભાસન (તત્ત્વનો નિર્ણય) સુધી ન પહોંચ્યા હો, અને તત્ત્વની ચર્ચા અને વાદવિવાદ જ કરતાં રહ્યાં હો, તો આપ આ પુસ્તકમાં અમે દર્શાવેલ વિષય પર જરૂર વિચાર કરો. જો આપ વિચાર કરશો તો તત્ત્વનો નિર્ણય તો અચૂક જ થશે એવો અમને વિશ્વાસ છે, માટે આ પુસ્તકમાં જે વિષય જણાવેલ છે તેના ઉપર સર્વેને વિચાર કરવા અમારો અનુરોધ છે. અમે કોઈ વાદવિવાદમાં પડવા માગતા નથી, માટે જેને આ વાત ન સમજાય અથવા ન જચે તેઓ અમોને માફ કરે, મિચ્છામી દુક્કડમ્ ! ઉત્તમ ક્ષમા !
આ કાળમાં જૈનસમાજ બે વિભાગમાં વહેંચાઈ ગયેલ છે, જેમાંથી એક વિભાગ એવો છે કે જે માત્ર વ્યવહારનયને જ માન્ય કરે છે, માત્ર તેને જ પ્રાધાન્ય આપે છે અને માત્ર તેનાથી જ મોક્ષ માને છે;
જ્યારે બીજો વિભાગ એવો છે કે જે માત્ર નિશ્ચયનયને જ માન્ય કરે છે, માત્ર તેને જ પ્રાધાન્ય આપે છે અને માત્ર તેનાથી જ મોક્ષ માને છે. પરંતુ ખરેખરો મોક્ષમાર્ગ નિશ્ચય-વ્યવહારની યોગ્ય સંધિમાં જ છે કે જે વાત માત્ર કોઈક વિરલા જ જાણે છે; જેમ કે પુરુષાર્થસિદ્ધિ-ઉપાય ગાથા ૮માં પણ કહ્યું છે કે
જે જીવ વ્યવહારનય અને નિશ્ચયનયને વસ્તુસ્વરૂપ વડે યથાર્થપણે જાણીને મધ્યસ્થ થાય છે અર્થાત્ નિશ્ચયનય અને વ્યવહારનયના પક્ષપાતરહિત થાય છે, તે જ શિષ્ય ઉપદેશના સંપૂર્ણ ફળને પામે છે (અર્થાત્ સમ્યગ્દર્શન પામીને મોક્ષ મેળવે છે).”
જ્યારે સાંપ્રતકાળે (વર્તમાન કાળે) મોટા ભાગનો જૈનસમાજ વ્યવહારનયને જ પ્રાધાન્ય આપે છે અને નિશ્ચયનયની ઘોર અવગણના કરે છે અથવા વિરોધ કરે છે કે જેથી કરી તેવો સમાજ જાયે-અજાણ્ય પણ એકાંત મતરૂપ પરિણમે છે કે જેને ભગવાને પાખંડીનો મત જણાવેલ છે, અને જૈન સમાજનો બીજો વર્ગ કે જે નિશ્ચયનયને જ પ્રાધાન્ય આપે છે અને વ્યવહારનયની ઘોર અવગણના કરે છે અથવા વિરોધ કરે છે, તે સમાજ પણ જાણે-અજાણે એકાંત મતરૂપ પરિણમે છે કે જેને પણ ભગવાને પાખંડીનો મત જ જણાવેલ છે. અમે આ પુસ્તકમાં નિશ્ચય-વ્યવહારની યોગ્ય સંધિ સમજાવવાનો પ્રામાણિક પ્રયત્ન કરેલ
Page #8
--------------------------------------------------------------------------
________________
લેખકના હૃદયોદ્ગારો
છે કે જેને સર્વ જૈનસમાજ યોગ્ય રીતે સમજીને આરાધે, તો જૈન ધર્મમાં આમૂલ ક્રાન્તિ આવી શકે તેમ છે અને અત્યારે જે એકાંત પ્રરૂપણાઓ ચાલે છે કે જે પાખંડ મતરૂપ છે તે અટકી શકે તેમ છે.
૩
માત્ર વ્યવહારનયને જ માન્ય કરી અને તેને જ પ્રાધાન્ય આપતું એક ઉદાહરણ છે: સમ્યગ્દર્શનનું સ્વરૂપ; માત્ર વ્યવહારનયને જ માન્ય કરનારા મોટા ભાગના જૈનો એવું માને છે કે, સમ્યગ્દર્શન એટલે સાત/નવ તત્ત્વોની (સ્વાત્માનુભૂતિ વગરની) શ્રદ્ધા અથવા સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની (સ્વાત્માનુભૂતિ વગરની) શ્રદ્ધા. સમ્યગ્દર્શનની આ વ્યાખ્યા વ્યવહારનયના પક્ષની છે, પરંતુ નિશ્ચયનયના મતે જે એકને અર્થાત્ આત્માને જાણે છે તે જ સર્વને અર્થાત્ સાત/નવ તત્ત્વોને અને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને જાણે છે કારણ કે એક આત્માને જાણતાં જ તે જીવ સાચા દેવ તત્ત્વનો અંશે અનુભવ કરે છે અને તેથી જ તે સાચા દેવને અંતરથી ઓળખે છે અને તેમ સાચા દેવને જાણતાં જ અર્થાત્ (સ્વાત્માનુભૂતિ સહિતની) શ્રદ્ધા થતાં જ તે જીવ તેવા દેવ બનવાના માર્ગે ચાલતા સાચા ગુરુને પણ અંતરથી ઓળખે છે અને સાથે – સાથે તે જીવ તેવા દેવ બનવાનો માર્ગ બતાવતા સાચા શાસ્ત્રને પણ ઓળખે છે.
જ
નિશ્ચય સમ્યગ્દર્શનની સાચી વ્યાખ્યા આવી હોવા છતાં વ્યવહારનયના પક્ષવાળાને સમ્યગ્દર્શનની આવી સાચી વ્યાખ્યા માન્ય નથી હોતી અથવા તેઓ આવી વ્યાખ્યાનો જ વિરોધ કરે છે અને તેથી કરીને તેઓ સમ્યગ્દર્શન એટલે સાત/નવ તત્ત્વોની કહેવાતી (સ્વાત્માનુભૂતિ વગરની) શ્રદ્ધા અથવા સાચા દેવગુરુ-શાસ્ત્રની કહેવાતી (સ્વાત્માનુભૂતિ વગરની) શ્રદ્ધા એટલું જ માનતાં હોઈને તેઓને ‘સ્વાત્માનુભૂતિ વગરની શ્રદ્ધા’ અને ‘સ્વાત્માનુભૂતિ સહિતની શ્રદ્ધા' વચ્ચેનો ફરક જ જાણતા હોતા નથી અથવા જાણવા જ માગતા નથી; તેથી કરીને તેઓ સમ્યગ્દર્શન કે જે ધર્મનો પાયો છે તેના વિશે જ અજાણ રહીને આખી જિંદગી ક્રિયા-ધર્મ ઉત્તમ રીતે કરવા છતાં પણ સંસારના અંત માટેનો ધર્મ પામતા નથી, જે કરુણા ઉપજાવે તેવી વાત છે.
તેવી જ રીતે જેઓ માત્ર નિશ્ચયનયને જ માન્ય કરી અને તેને જ પ્રાધાન્ય આપે છે તેઓ માત્ર જ્ઞાનની શુષ્ક (કોરી) વાતોમાં જ રહી જાય છે અને આત્માની યોગ્યતા વિશે અથવા માત્ર પાયાના સદાચાર વિશે પણ ઘોર ઉપેક્ષા સેવીને, તેઓ પણ સંસારના અંત માટેના ધર્મથી તો દૂર જ રહે છે. તદ્ઉપરાંત આવા લોકોને પ્રાયઃ સ્વચ્છંદતાના કારણે અર્થાત્ પુણ્યને એકાંતે હેય માનવાના કારણે પુણ્યનો પણ અભાવ હોવાથી ભવનાં પણ ઠેકાણાં રહેતાં નથી, જે વાત પણ અધિક કરુણા ઉપજાવે તેવી જ છે.
તેવી જ રીતે જૈનસમાજમાં એક નાનો વર્ગ એવો પણ છે કે જેઓએ વસ્તુ-વ્યવસ્થાને જ વિકૃત કરી નાખેલ છે; તેઓ દ્રવ્ય અને પર્યાયને એ હદે અલગ માને છે જાણે કે તે બે અલગ દ્રવ્યો ન હોય ! તેઓ એક અભેદ દ્રવ્યમાં ઉપજાવીને જણાવેલ ગુણ-પર્યાયને પણ ભિન્ન સમજે છે અર્થાત્ દ્રવ્યનું સમ્યક સ્વરૂપ સમજાવવા દ્રવ્યને અપેક્ષાએ ગુણ અને પર્યાયથી ભિન્ન જણાવેલ છે. તેને તેઓ વાસ્તવિક રીતે ભિન્ન સમજે છે; દ્રવ્ય અને પર્યાયને બે ભાવ ન માનતાં તેઓ તેને બે ભાગરૂપ માનવા સુધીની પ્રરૂપણા કરે છે અને
Page #9
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
આગળ તેમાં પણ સામાન્ય-વિશેષ એવા બે ભાગની કલ્પના કરે છે. આ રીતે વસ્તુ-વ્યવસ્થાની જ વિકૃત રીતે પ્રરૂપણા કરીને તેઓ પણ સંસારના અંત માટેના ધર્મથી તો દૂર જ રહે છે. તે ઉપરાંત આવા લોકોને પણ પ્રાય: સ્વચ્છંદતાના કારણે પુણ્યનો અભાવ થવાથી ભવનાં ઠેકાણાં નથી રહેતાં, જે વાત પણ અત્યંત કરુણા ઉપજાવે તેવી જ છે.
અત્યારે જૈન સમાજમાં પ્રવર્તતી તત્ત્વ વિશેની આવી ગેરસમજોને દૂર કરવા અમે અમારા આત્માની અનુભૂતિપૂર્વકના વિચારો, શાસ્ત્રના આધારસહિત આ પુસ્તકમાં પ્રસ્તુત કરીએ છીએ, જેનો વિચારચિંતન-મનન આપ ખુલ્લા મનથી અને ‘સારું તે જ મારું ' અને સાચું તે જ મારું ' એવો અભિગમ અપનાવીને કરશો, તો અવશ્ય આપ પણ તત્ત્વની પ્રતીતિ જરૂર કરી શકશો એવો અમને વિશ્વાસ છે. અત્રે અમારા માટે જે અમે સંબોધન વાપરેલ છે તે કોઈ માનવાચક શબ્દ ન સમજવો, પરંતુ તેનો અર્થ ત્રિકાળવર્તી આત્માનુભવીઓ છે; કારણ કે ત્રિકાળવર્તી આત્માનુભવીઓની સ્વાત્માનુભૂતિ એક સમાન જ હોય છે.
આ પુસ્તક તૈયાર કરવામાં અમે જે જે ગ્રંથોનો આધાર લીધેલ છે, તે માટે અમે તેમના લેખકો એવા આચાર્ય ભગવંતોના, તે ગ્રંથોની ટીકા રચનારાઓના, અનુવાદકોના તથા પ્રકાશકોના હૃદયપૂર્વક આભારી છીએ. દરેક ગ્રંથની ગાથાનો અન્વયાર્થ અને ભાવાર્થ “ ” માં આપેલ છે. અમને આ પુસ્તક તૈયાર કરવામાં અનેક લોકોએ અલગ-અલગ રીતે સહકાર આપેલ છે, તે સર્વેના અમે ત્રણી છીએ; તેથી તે સર્વેનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
અમારા આત્માની અનુભૂતિપૂર્વકના વિચારોને આપ પરીક્ષા કરીને અને અત્રે આપેલ શાસ્ત્રોના આધારથી સ્વીકાર કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરો કે જેથી આપ પણ ધર્મરૂપ પરિણમો અને મોક્ષમાર્ગ ઉપર અગ્રેસર બની અંતે સિદ્ધત્વને પામો એ જ અભ્યર્થના સહ. પ્રસ્તુત પુસ્તકમાં જાણ્યે-અજાણ્યે મારાથી કાંઈ પણ જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધે મારા મિચ્છામિ દુક્કડં ! ઉત્તમ ક્ષમા !
મુંબઈ, ૧૨/૧૨/૨૦૧૮.
c.A. જયેશ મોહનલાલ શેઠ
Page #10
--------------------------------------------------------------------------
________________
પૂર્વભૂમિકા
પહેલાં આપણે આપણી અનાદિની વાર્તા (story) સમજી લઈએ. તેના માટે આપણે પ્રાથમિક કાળગણતરી સમજવી આવશ્યક છે. આપણે કાળને સેકંડ, મિનિટ, કલાક ઈત્યાદિ રૂપથી જાણીએ છીએ; પરંતુ આપણી વાર્તા સમજવા માટે આપણે ઉપમા કાળ, જે અસંખ્યાત વર્ષોનો હોય છે, તે જાણવા આવશ્યક છે.
તેના માટે અમે પહેલા ઉપમા કાળની વ્યાખ્યા કરીએ છીએ. તેમાં શ્વેતાંબર-દિગંબર આમ્નાયમાં થોડો ફરક હોઈ શકે છે, એટલે અહીં બતાવેલ વ્યાખ્યામાં કોઈ સંમત ન હોય તો પણ તકલીફ નથી; આપ તેને શબ્દકે અંકના રૂપમાં ગ્રહણ ન કરતા અને આ વ્યાખ્યાના સાચા ખોટાપણાના વિવાદમાં પણ ન પડતા તે કાળગણતરીનું ભાવભાસન જરૂર કરજે, એવું આપ સૌને આમારું નિવેદન છે.
(લગભગ ૬000 કિલોમીટર લાંબો, તેટલો જ પહોળો અને તેટલો જ ઊંડો કૂવો (પલ્પ) બનાવી તેને ઉત્તમ ભોગભૂમિના સાત દિવસના જન્મેલા ઘેટાના વાળના (લગભગ આપણા વાળના ૫૧૨ મા ભાગ જેટલો પાતળો) જીણામાં જીણા ટુકડાથી (એટલા જીણા ટુકડા કે જેના બે ટુકડા ન થઈ શકે તેનાથી) ઠસોઠસ ભરવાનો છે. પછી દર ૧૦૦ વર્ષે તે કૂવામાંથી એક વાળનો ટુકડો બહાર કાઢવાનો છે. આવી રીતે વાળનો એકએક ટકડો કાઢતાં કાઢતાં જ્યારે આખો કુવો ખાલી થઈ જાય એટલા કાળને એક વ્યવહાર પલ્યોપમ કહેવામાં આવે છે. આવા એક વ્યવહાર પલ્યોપમને અસંખ્યાત વડે ગુણાકાર કરતાં જે સંખ્યા આવશે, તેટલા કાળને એક ઉદાર પલ્યોપમ કહેવાય છે. આવા એક ઉદાર પલ્યોપમને અસંખ્યાત વડે ગુણાકાર કરતાં જે સંખ્યા આવશે, તેટલા કાળને એક અદ્ધો પલ્યોપમ કહેવાય છે.
આવા એક કરોડ અદ્ધો પલ્યોપમને દસ કરોડ અદ્ધો પલ્યોપમથી ગુણાકાર કરતાં જે સંખ્યા આવશે, તેટલા કાળને એક સાગરોપમ કહેવાય છે. આવા એક કરોડ સાગરોપમને ૨૦ કરોડ સાગરોપમથી ગુણાકાર કરતાં જે સંખ્યા આવશે, તેટલા કાળને એક કાળચક્ર કહેવાય છે. આવા અનંતાનંત કાળચક્ર વીતતા એક પુદ્ગલ પરાવર્તન કાળનો અનંતમા ભાગનો સમય વ્યતીત થાય છે. આટલો મોટો છે એક પુદ્ગલ પરાવર્તન કાળ, એટલે કે એક પુદ્ગલ પરાવર્તન કાળના અનંતમા ભાગમાં અનંતાનંત કાળચક્ર હોય છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
હવે આપણે આપણી વાર્તા સમજીએ. અનાદિથી આપણે સંસારમાં ભ્રમણ કરી રહ્યા છીએ. અહીંયા જેમ આપણું ઘર હોય છે અને આપણે ક્યાંય યાત્રા પર જઈએ તો હરીફરીને ઘરે અવશ્ય પાછા આવી જઈએ છીએ. તેવી જ રીતે આપણા આત્માનું અનાદિથી એક જ નિવાસસ્થાન છે, તેનું નામ છે નિગોદા નિગોદ એટલે અનંતાનંત આત્માઓનું એક જ શરીરમાં સાથે રહેવું અને એક કાળે જ તે સર્વેનું જન્મ-મરણ હોય છે. તેઓનું આયુષ્ય લગભગ એક શ્વાસોશ્વાસના ૧૮મા ભાગ પ્રમાણ (જેટલું) હોય છે, અર્થાત્ તેઓનું વારંવાર જન્મ-મરણ થતું જ રહે છે. આપણાં શરીરના સાડાત્રણ કરોડ રોમકૂપમાં ગરમ સોય ભોંકીને શરીરની માટીમાં રગડપટ્ટી કરવામાં આવે તેમાં જેટલું દુઃખ થાય છે, તેટલું દુઃખ ભગવાને જન્મ વખતનું બતાવ્યું છે અને મરણ સમયનું દુઃખ એનાથી અનેકગણું વધારે હોય છે. આવું જન્મ-મરણનું દુઃખ નિગોદના જીવોને લગાતાર હોય છે, તેથી નિગોદના જીવોને સાતમી નરકના જીવોથી અનેકગણું વધારે દુઃખ હોય છે એમ ભગવાને કહ્યું છે.
અનાદિથી આપણે નિગોદમાં આવાં દુઃખો સહન કરતા હતા. તેને અવ્યવહાર રાશિ અથવા નિત્ય નિગોદ પણ કહેવાય છે. અનેક ભવ્ય જીવો એવા પણ છે કે જે ક્યારેય નિત્ય નિગોદમાંથી બહાર નીકળવાના જ નથી. જ્યારે એક જીવ મોક્ષ પામે છે, ત્યારે એક જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. આ રીતે આપણે અનંતાનંત પુદ્ગલ પરાવર્તન કાળ વીત્યા પછી નિગોદમાંથી નીકળી બેઈન્દ્રિયાદિ ગતિમાં પ્રવેશ મેળવ્યો છે. જે આપણે માટે અત્યાર સુધીનો સૌથી મોટો જેક્લોટ (ઇનામ/ પારિતોષિક) છે.
નિગોદમાંથી બહાર નીકળ્યા પછી એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, અસંશી પંચેન્દ્રિય, નરક, યુગલિયા મનુષ્ય, પંચેન્દ્રિય તિર્યંચ, પંચેન્દ્રિય તિર્યંચ યુગલિયા, દેવ વગેરે ગતિઓમાં અસંખ્યાત-અસંખ્યાત કાળ વિતાવ્યા પછી આપણને કર્મભૂમિમાં મનુષ્ય રૂપે જન્મ મળે છે.
અનેક મનુષ્ય-જન્મ પામ્યા પછી ક્યારેક એક વખત આપણો જન્મ આર્યક્ષેત્રમાં થાય છે. અનેક વાર આર્યક્ષેત્રમાં મનુષ્ય-જન્મ પામ્યા પછી ક્યારેક એક વખત આપણો જન્મ ઉચ્ચકુળમાં થાય છે. ઉચ્ચકુળમાં મનુષ્ય જન્મ પામ્યા પછી ક્યારેક એક વખત આપણને પરિપૂર્ણ ઇન્દ્રિયો સાથે નિરોગી શરીર મળે છે. અનેક વાર ઇન્દ્રિયોની પરિપૂર્ણતા અને નિરોગી શરીર મળ્યા પછી ક્યારેક એક વખત આપણને દિર્ધાયુ મળે છે. અનેક વાર દીર્ધાયુ મળ્યા પછી ક્યારેક એક વખત આપણને સત્ય ધર્મ મળે છે. અનેક વાર સત્ય ધર્મ મળ્યા પછી ક્યારેક એક વખત આપણને તે સત્ય ધર્મમાં રુચિ જાગે છે. અનેક વાર આપણને સત્ય ધર્મમાં રૂચિ જાગવાથી ક્યારેક એક વખત આપણને તે સત્ય ધર્મ ઉપર શ્રદ્ધા થાય છે. આવી શ્રદ્ધાને પરમ દુર્લભ બતાવવામાં આવી છે.
આ રીતે મનુષ્ય-જન્મથી સત્ય ધર્મમાં રુચિ સુધીની પ્રાપ્તિ એક-એક્થી અનેકગણી દુર્લભ
Page #12
--------------------------------------------------------------------------
________________
પૂર્વભૂમિકા
દુર્લભતર-દુર્લભતમ બતાવવામાં આવી છે. આવી દુર્લભતમ વસ્તુ મેળવીને આપણે તેનો ઉપયોગ, પરમ દુર્લભ કહેવાય તેવી શ્રદ્ધા પ્રાપ્ત કરવામાં અને તેના ફલસ્વરૂપ એવો વૈરાગ્ય પ્રાપ્ત કરવામાં જ લગાડવા યોગ્ય છે. તે યોગ્યતાની પ્રાપ્તિ પણ એકમાત્ર આત્મપ્રાપ્તિ(સમ્યગ્દર્શનપ્રાપ્તિ)ના લક્ષ્યથી થવી જોઈએ, અન્યથા નહીં. કેમ કે એકમાત્ર સમ્યગ્દર્શનની પ્રાપ્તિન થવાથી જ અનંતાનંત કાળથી આપણે આ સંસારમાં અનંત દુઃખ સહન કરતાં કરતાં ભ્રમણ કરી રહ્યા છીએ અર્થાત્ સમ્યગ્દર્શન જ મોક્ષનો પરવાનો છે.
આ રીતે આપણે અનંત વાર દુર્લભ એવું મનુષ્ય-જન્મ આદિ પ્રાપ્ત કરીને પણ એક સમ્યગ્દર્શનની પ્રાપ્તિન થવાથી અનંત કાળ નિગોદમાં પસાર કર્યો છે. કેમ કે એક વાર આપણે નિગોદમાંથી નીકળી ૨૦૦૦ સાગરોપમમાં મોક્ષ પ્રાપ્ત નથી કરતાં, તો નિયમથી ફરીથી નિગોદને જ પ્રાપ્ત કરીએ છીએ.
એક જીવ અપેક્ષાએ નિગોદમાં રહેવાનો કાળ (કાયસ્થિતિ) ૨.૫ પુલ પરાવર્તન જેટલો છે અર્થાત્ તે જીવ ર.૫ પુદ્ગલ પરાવર્તન કાળ સુધી સતત નિગોદમાં જ જન્મ-મરણ કરતો રહી શકે છે. ૨.૫ પુદ્ગલ પરાવર્તન કાળ પછી જો તે જીવ થોડા કાળ માટે પ્રત્યેક એકેન્દ્રિયમાં જઈ પાછો નિગોદમાં આવે, તો બીજા ૨.૫ પુદ્ગલ પરાવર્તન કાળ સુધી તે જીવ નિગોદમાં જ જન્મ-મરણ કરતો રહી શકે છે. કોઈ એક જીવ સાથે આવું અસંખ્યાત વાર પણ થઈ શકે છે અર્થાત્ કોઈ એક જીવ અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન કાળ સુધી એકેન્દ્રિયમાં રહી શકે છે. તે જીવને અનંતાનંત કાળ સુધી અનંતાનંત દુઃખ સહન કરવા પડે છે.
અર્થાત્ નિગોદથી નીકળી ફરીથી મનુષ્ય-જન્મ આદિ પ્રાપ્ત કરવો અત્યંત અત્યંત કઠિન/મુશ્કેલ છે. એટલા માટે ભગવાને એકેન્દ્રિયમાંથી બહાર નીકળવાને ચિંતામણી રત્નની પ્રાપ્તિથી પણ અધિક દુર્લભ જણાવેલ છે. આ તથ્ય/સત્યને યાદ કરીને વર્તમાન જીવનને એકમાત્ર આત્મપ્રાપ્તિમાં જ લગાવવા યોગ્ય છે, આ વાતને રોજ યાદ કરવી જોઈએ. ખરેખર આ વાત ક્યારેય ભૂલવા જેવી તો નથી જ.
આ કારણથી જ અમે આ પુસ્તકમાં મુક્તિ ઝંખનાર મુમુક્ષુ જીવોને માટે સમ્યગ્દર્શનની વિધિનું યથાસંભવ વર્ણન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
ઈચ્છા દુઃખનું કારણ છે. માટે જ્યાં સુધી સર્વ ઈચ્છાઓનું યોગ્ય શમન (નાશ) ન થાય ત્યાં સુધી સુખ મળવું અસંભવ જ છે. ઈચ્છાઓનો નાશ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે યોગ્યતા રૂપે પણ છે, કેમ કે ઈચ્છાઓના નાશથી જ વૈરાગ્યનો જન્મ થાય છે. જ્યાં સુધી એક પણ સાંસારિક ઈચ્છા છે ત્યાં સુધી સંસારનો નાશ નથી થતો. ઈચ્છા મનમાં ઉત્પન્ન થાય છે એ કારણે પહેલા મનમાંથી સંસારનો નાશ થવો આવશ્યક છે. મનમાંથી સંસારનો નાશ થતાં જ બહારમાં માત્ર યંત્રવત્ કાર્ય થતું રહે છે, પરંતુ સંસારનું આંતરિક ચાલક બળ ખતમ થઈ જાય છે.
ઈચ્છા આ સંસારનું એંજિન છે. અનાદિથી જીવ ઇચ્છાપૂર્તિ માટે ભાગી રહ્યો છે, પણ આજ સુધી જીવની ઈચ્છાપૂર્તિ થઈ નથી, કેમ કે જ્યારે કોઈ ઈચ્છાપૂર્તિ થાય છે ત્યાં સુધીમાં બીજી અનેક નવી
Page #13
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
ઈચ્છાઓનો જન્મ થઈ ચૂકયો હોય છે. આ રીતે જીવ ઈચ્છાપૂર્તિના પ્રયાસના કારણે અનંત સંસારમાં રખડી રહ્યો છે. જો આ જન્મમાં પણ આપણે ઈચ્છાઓનું યથાર્થ શમન (નાશ) ન કરી શક્યા, તો હજી કેટલા કાળ સુધી સંસારમાં ભ્રમણ કરતા રહીશું, એની ખબર નથી. ઈચ્છાપૂર્તિમાં સહાયક અથવા અવરોધ કરનાર પ્રત્યે ક્રમશઃ રાગ અથવા ઢેષ થાય છે, તે રાગ-દ્વેષ પણ સંસાર અને અનંત દુઃખોનું એક કારણ બને છે.
અનાદિથી આપણો આત્મા આ સંસારમાં સમ્યગ્દર્શનના અભાવના કારણે જ રખડે છે અર્થાત્ અનંત પુદ્ગલ પરાવર્તનથી આપણો આત્મા આ સંસારમાં અનંત દુઃખો સહન કરતો ફરે છે અને તેનું મુખ્ય કારણ છે મિથ્યાત્વ અર્થાત્ સમ્યગ્દર્શનનો અભાવ. આ મિથ્યાત્વ પોતાનો મહાન શત્રુ છે એવું જ્ઞાન ન હોવાને કારણે ઘણાં જીવો અન્ય-અન્ય શત્રુની કલ્પના કરીને આપસમાં લડતાં જણાય છે અને એમાં જ આ અમૂલ્ય જીવન પુરું કરીને પછી અનંત કાળનાં દુઃખોને આમંત્રણ આપે છે. પરમાત્મપ્રકાશ - ત્રિવિધ આત્માધિકાર ગાથા ૬૫માં પણ જણાવેલ છે કે, “આ જગતમાં (Tn the Universe) એવો કોઈ પણ પ્રદેશ નથી કે જ્યાં ચોર્યાસી લાખ જીવયોનીમાં ઊપજીને, ભેદભેદ રત્નત્રયના પ્રતિપાદક જિન વચનને પ્રાપ્ત નહિ કરતો આ જીવ અનાદિકાળથી ન ભમ્યો હોય.”
સર્વ આત્મા સ્વભાવથી સુખસ્વરૂપ જ હોવાથી સુખના જ ઈચ્છુક હોય છે, છતાં સાચા સુખની જાણ અથવા અનુભવ ન હોવાને કારણે અનાદિથી આપણો આત્મા શારીરિક - ઇન્દ્રિયજન્ય સુખ કે જે ખરેખરું સુખ નથી પરંતુ તે માત્ર સુખાભાસરૂપ જ છે અર્થાત્ તે સુખ દુઃખપૂર્વક જ હોય છે અર્થાત્ તે સુખ ઈન્દ્રિયોના આકુળતારૂપ દુઃખને/વેગને શાંત કરવા જ સેવવામાં આવે છે, છતાં તે સુખ અગ્નિમાં ઇંધણરૂપ જ ભાગ ભજવે છે અર્થાત્ તે સુખ ફરી ફરી તેની ઈચ્છારૂપ દુઃખ જગાડવાનું જ કામ કરે છે અને તે સુખ (ભોગ) ભોગવતાં જે નવા પાપ બંધાય છે તે નવાં દુઃખોનું કારણ બને છે અર્થાત્ તેવું સુખ દુઃખપૂર્વક અને દુઃખરૂપ ફળસહિત જ હોય છે તેની પાછળ જ પાગલ બનીને ભાગ્યો છે. બીજું, શારીરિક-ઇન્દ્રિયજન્ય સુખ ક્ષણિક છે, કારણ કે તે સુખ અમુક કાળ પછી નિયમથી જવાવાળું છે અર્થાત્ જીવને આવું સુખ માત્ર ત્રસપર્યાયમાં જ મળવા યોગ્ય છે કે જે બહુ ઓછા કાળ માટે હોય છે, પછી તે જીવ નિયમથી એકેન્દ્રિયમાં જાય છે કે જ્યાં અનંતકાળ સુધી અનંત દુઃખો ભોગવવા પડે છે, અને એકેન્દ્રિયમાંથી બહાર નીકળવું પણ ભગવાને ચિંતામણિ રત્નની પ્રાપ્તિ તુલ્ય દુર્લભ જણાવેલ છે.
આ ઇન્દ્રિયોના વિષયો પર પ્રીતિ (પ્રેમ) પણ અનંત સંસારનું કારણ છે. આપણે અનંત વાર ઈન્દ્રિયોના વિષયોના ભોગ ભોગવ્યા છે, પરંતુ ઈન્દ્રિયોના ભોગ ભોગવવાથી ક્યારેય મન ભરાતું નથી ઊલટું તે અધિક બળવાન બને છે, એટલે વધારે માગે છે. જે રીતે અગ્નિમાં લાકડાં નાખતાં તે અધિક બળવાન બને છે, તે જ પ્રકારે ઇન્દ્રિયોને જેટલી વધુ ભોગસામગ્રી આપીશું, તેમ તેની અભિલાષા ઘટતી નથી પરંતુ વધે છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
પૂર્વભૂમિકા
એવી જ રીતે આત્માનુશાસન ગાથા ૫૧માં જણાવેલ છે કે, “કાળા નાગ જેવા પ્રાણનાશ કરવાવાળા એવા એ ભોગની તીવ્ર અભિલાષાથી ભૂત, ભાવિ અને વર્તમાન ભવોને નષ્ટ કરી તે અખંડિત મૃત્યુથી અનંત વાર માર્યો અને આત્માના સર્વસ્વાધીન સુખનો નાશ કર્યો. મને તો લાગે છે કે તું અવિવેકી, પરલોક ભયથી રહિત, નિર્દય અને કઠોર પરિણામી છે. કારણ, મહાપુરુષોથી નિંદિત વસ્તુનો જ તું અભિલાષી થયો છે. ધિક્કાર છે એ કામી પુરુષોને કે જેનું અંતઃકરણ નિરન્તર કામક્રોધરૂપ મહાગ્રહ (ડાકુપિશાચ)ને વશ રહ્યા કરે છે ! એવો પ્રાણી આ જગતમાં શું શું નથી કરતો ? સર્વ કુકર્મ કરે છે.”
અનાદિથી જે મારો કોઈ સૌથી મોટો દુશ્મન હોય તો તે હું પોતે જ છું. અનાદિથી જો મને કોઈએ સૌથી વધુ ઠગ્યો હોય તો તે હું પોતે જ છું. કેમ કે અનાદિથી મેં પોતાને ખોટા તર્કોમાં, પક્ષમાં, આગ્રહમાં, હઠાગ્રહમાં, કદાગ્રહમાં ફસાવી રાખ્યો છે. આ કારણથી આપણે પોતાને સ્વચ્છંદતાથી મુક્તિ આપવામાં અસફળ રહ્યા છીએ અને એમ જ આપણે પોતાને ઠગતા રહ્યા છીએ. હું આ બધું છોડીને મારો મિત્ર પણ બની શકું છું. તેની રીત બહુ જ સરળ છે. હું મારા જૂઠા તર્ક, પક્ષ, આગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ અને સ્વચ્છંદતા છોડી સાચું એ જ મારું અને સારું એ જ મારું આ સૂત્રને અપનાવીને મારે મારા પરમ મિત્ર બનવું છે.
આગળ આત્માનુશાસન ગાથા ૫૪માં પણ જણાવેલ છે કે, “હે જીવ! આ અપાર અને અથાહ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં તે અનેક યોનિઓ ધારણ કરી, મહાદોષયુક્ત સપ્તધાતુમય મળથી બનેલું એવું તારું આ શરીર છે, ક્રોધાદિ કષાયજન્ય માનસિક અને શારીરિક દુઃખોથી તું નિરંતર પીડિત છે. હીનાચર, અભક્ષ ભક્ષણ અને દુરાચારમાં તું નિમગ્ન થઈ રહ્યો છે અને એમ કરી કરીને તું તારા આત્માને જ નિરંતર ઠગી રહ્યો છે. વળી જવાથી ગ્રસ્ત (ગ્રહાયેલો) છે. મૃત્યુના મુખ વચ્ચે પડ્યો છે. છતાં વ્યર્થ ઉન્મત્ત થઈ રહ્યો છે, એ જ પરમ આશ્ચર્ય છે! તું આત્મકલ્યાણનો કટ્ટો શત્રુ છે ? અથવા શું અકલ્યાણને વાંચ્છે છે ?”
કેટલાક જીવો એવા પણ છે જે પુણ્યાર્જનને જ મોક્ષમાર્ગ માને છે. તેઓ નિશ્ચય સમ્યગ્દર્શનની પ્રાપ્તિના લક્ષ વગર માત્ર પુણ્યાર્જનમાં જ લાગ્યા રહે છે અને તેનાથી જ મોક્ષ માને છે. આવા બાળ જીવો ઉપર કરુણા કરીને, યોગસાર દોહરા ૧૫માં આચાર્ય ભગવંતે જણાવેલ છે કે, “વળી જે તું પોતાને તો જાણતો નથી (અર્થાત્ સમ્યગ્દર્શન નથી) અને સર્વથા એકલું પુણ્ય જ કરતો રહીશ તો પણ તું વારંવાર સંસારમાં જ ભ્રમણ કરીશ અને શિવસુખને પામી શકીશ નહિ.” અર્થાત્ સમ્યગ્દર્શન વગર શિવસુખની (મોક્ષની) પ્રાપ્તિ શક્ય જ નથી. આગળ યોગસાર દોહરા પ૩માં પણ આચાર્ય ભગવંત જણાવે છે કે, “શાસ્ત્ર ભણવા છતાં પણ જેઓ આત્માને જાણતા નથી (અર્થાત્ જેઓને સમ્યગ્દર્શન નથી) તેઓ પણ જડ છે; તે કારણે આ જીવો નિશ્ચયથી નિર્વાણને પામતા નથી એ વાત સ્પષ્ટ છે.” અર્થાત્ મિથ્યાત્વ
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૦
સમ્યગ્દર્શનની રીત
(અર્થાત્ સમ્યગ્દર્શનની ગેરહાજરી) એ અનંત સંસારનું ચાલકબળ છે અર્થાત્ મિથ્યાત્વ એ સર્વે પાપોનો રાજા છે કે જે સમ્યગ્દર્શનથી જ હણાય છે અર્થાત્ સમ્યગ્દર્શન નિર્વાણને પામવા માટે અર્થાત્ શાશ્વત સુખની પ્રાપ્તિ અર્થે તે પરમ આવશ્યક છે.
તેથી જ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ર૯૦થી ર૯૬માં જણાવેલ છે કે, આ મનુષ્યગતિ, આર્યખંડ, ઉચ્ચકુળ, ધનવાનપણું, ઇન્દ્રિયોની પરિપૂર્ણતા, નીરોગી શરીર, દીર્ધાયુ, ભદ્ર પરિણામ, સરળ સ્વભાવ, સાધુપુરુષોની સંગતિ, સમ્યગ્દર્શન-સત્ શ્રદ્ધાન, ચારિત્ર વગેરે એક એકથી અધિક અધિક દુર્લભ છે. આત્માનુશાસન ગાથા ૭૫માં જણાવેલ છે કે, “મનુષ્યપ્રાણીની દુર્લભતા અને ઉત્તમતાને લઈને વિધિરૂપ મંત્રીએ તેની અનેક પ્રકારે રક્ષા કરી દુષ્ટ પરિણામી નરકના જીવોને અધોભાગમાં રાખ્યા – દેવોને ઊર્ધ્વ ભાગમાં રાખ્યા; લોકની ચારે તરફ અનેક મહાન અલંધ્ય સમુદ્ર તથા તેની ચારે તરફ ઘનોદધિ, ઘન અને તનુ એ નામના ત્રણ પવનથી વીંટી વિસ્તીર્ણ કોટ કરી રાખ્યો અને વચ્ચે પૂર્ણ જતનથી મનુષ્યપ્રાણીને રાખ્યા........ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૨૯૭માં પણ જણાવેલ છે કે, “જેમ મહાન સમુદ્રમાં પડી ગયેલું રત્ન ફરી પામવું દુર્લભ છે તેમ આ મનુષ્યપણું પામવું દુર્લભ છે, એવો નિશ્ચય કરી હે ભવ્ય જીવો! આ મિથ્યાત્વ અને કષાયને છોડો એવો શ્રીગુરુઓનો ઉપદેશ છે.” માટે આ અમૂલ્ય - દુર્લભ મનુષ્યજન્મ માત્ર શારીરિક-ઇન્દ્રિયજન્ય સુખ અને તેની પ્રાપ્તિ પાછળ ખર્ચવા જેવો નથી, પરંતુ તેની એક પણ પળને વ્યર્થ ન ગુમાવતાં, માત્ર ને માત્ર, ત્વરાએ શાશ્વત સુખ એવા આત્મિક સુખની (સમ્યગ્દર્શનની) પ્રાપ્તિ અર્થે જ લગાવવા યોગ્ય છે. અર્થાત્ જો આ ભવ સમ્યગ્દર્શન પામ્યા વગરનો ગયો તો પછી અનંત કાળ સુધી આવો સમ્યગ્દર્શન પામવાને યોગ્ય ભવ મળવો દુર્લભ જ છે તેથી સર્વે જનોને અમારો અનુરોધ છે કે આપે આપનું વર્તમાન પૂર્ણ જીવન સમ્યગ્દર્શન પામવા માટે જ લગાવવા યોગ્ય છે અને તેથી કરીને જ અમે પ્રસ્તુત પુસ્તકમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની વિધિ/રીતિ અને એને પામવા માટે જે વિષયનું મનન-ચિંતન કરી તેમાં જ એકત્ર કરવા યોગ્ય છે તેવો વિષય (દષ્ટિનો વિષય) જણાવીશું.
Page #16
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન
સમ્યગ્દર્શન એ મોક્ષમાર્ગનો દરવાજો છે. અર્થાત્ નિશ્ચય સમ્યગ્દર્શન વગર મોક્ષમાર્ગમાં પ્રવેશ જ થતો નથી, અને મોક્ષમાર્ગમાં પ્રવેશ વગર અવ્યાબાધ સુખનો માર્ગ પણ સાધ્ય થતો નથી. અર્થાત્ મોક્ષમાર્ગમાં પ્રવેશ અને પછીના પુરુષાર્થથી જ સિદ્ધત્વ રૂપે માર્ગ ફળ મળે છે અન્યથા નહિ. સમ્યગ્દર્શન વગર ભવકટી પણ થતી નથી, કારણ કે સમ્યગ્દર્શન થયા પછી જ જીવ અર્ધપુદ્ગલ પરાવર્તન કાળથી અધિક સંસારમાં રહેતો નથી તે અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં જરૂર સિદ્ધત્વને પામે જ છે કે જે સત્-ચિત્આનંદસ્વરૂપ શાશ્વત છે. તેથી સમજાય છે કે આ માનવભવમાં જો કાંઈ પણ કરવા જેવું હોય તો તે એક માત્ર નિશ્ચય સમ્યગ્દર્શન જ પ્રથમમાં પ્રથમ પ્રાપ્ત કરવા જેવું છે કે જેથી કરીને પોતાને મોક્ષમાર્ગમાં પ્રવેશ મળે અને પુરુષાર્થ ફોરવતાં આગળ સિદ્ધપદની પ્રાપ્તિ થાય.
અત્રે એ સમજવું આવશ્યક છે કે જે સાચા દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે શ્રદ્ધારૂપ અથવા તો નવ તત્ત્વની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન છે, તે તો માત્ર વ્યવહારિક ઉપચારરૂ૫) સમ્યગ્દર્શન પણ હોઈ શકે છે કે જે મોક્ષમાર્ગના પ્રવેશ માટે કાર્યકારી ગણાતું નથી, કારણ કે નિશ્ચયનયના મતે જે એકને અર્થાત્ આત્માને જાણે છે તે જ સર્વને અર્થાત્ સાત/નવ તત્ત્વોને અને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને જાણે છે. કારણ કે એક આત્માને જાણતાં જ તે જીવ સાચા દેવ તત્વનો અંશ અનુભવ કરે છે અને તેથી તે સાચા દેવને અંતરથી ઓળખે છે, અને તેમ સાચા દેવને જાણતાં જ અર્થાત્ શ્રદ્ધા થતાં જ તે જીવ તેવા દેવ બનવાના માર્ગે ચાલતા સાચા ગુરુને પણ અંતરથી ઓળખે છે અને સાથે સાથે તે જીવ તેવા દેવ બનવાનો માર્ગ બતાવતા સાચા શાસ્ત્રને પણ ઓળખે છે. આ રીતે સ્વાનુભૂતિ (સ્વની અનુભૂતિ) સહિતનું સમ્યગ્દર્શન અર્થાત્ ભેદજ્ઞાન સહિતનું સમ્યગ્દર્શન જ નિશ્ચય સમ્યગ્દર્શન કહેવાય છે અને તેના વગર મોક્ષમાર્ગમાં પ્રવેશ પણ શક્ય નથી, તેથી કરીને અત્રે જણાવેલ સમ્યગ્દર્શન તે નિશ્ચય સમ્યગ્દર્શન જ સમજવું.
જૈનસમાજમાં સમ્યગ્દર્શન પર ઘણું બધું લખવામાં આવ્યું છે, પરંતુ નિશ્ચય સમ્યગ્દર્શનના દુર્લભપણાને લીધે, તેની અનુભવસિદ્ધ રીત (સાધ્ય કરવાની રીત) ઓછી જોવામાં આવે છે. સમ્યગ્દર્શન માટે અમે અનેક સંપ્રદાયોમાં અનેક મુમુક્ષુ જીવોને ગંભીરતાથી પ્રયાસ કરતા જોયા છે. પરંતુ તેઓને ઉપયુક્ત
Page #17
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
માર્ગદર્શન ન મળતાં તેવા જીવો થોડો સમય સુધી ભરપૂર પ્રયાસ કરીને પછી હતપ્રભ (હતાશ) થઈ જાય છે. ત્યારે આવા લોકો નિરાશાથી ઘેરાઈ જાય છે અને ઘણાં લોકો તેને પોતાની ભવિતવ્યતા (નિયતિ) પર છોડી દે છે. એમાંના અમુક લોકો કોઈ ને કોઈ પોતાની પસંદગીની સાંપ્રદાયિક ક્રિયાઓમાં અથવા ક્રમમાં લાગી જાય છે. અમુક લોકો આશ્રમ, મંદિર, સ્થાનક, તીર્થ અથવા સાંપ્રદાયિક વ્યવસ્થાનાં કાર્યોમાં લાગી જાય છે. તે કાર્યો ખરાબ નથી પરંતુ આત્માનું લક્ષ્ય છોડીને તેને જ ધર્મ માનવો તે ભૂલ છે. અમુક લોકો દેવને પ્રસન્ન કરવાની આરાધનામાં લાગી જાય છે અને એને જ ધર્મ માને છે. અમુક લોકો દેવને પ્રસન્ન કરવાની આરાધનાથી ઉત્પન્ન થયેલી મામૂલી સિદ્ધિમાં જ રોકાઈ જાય છે, અને એને જ ધર્મ અને ધર્મની પ્રભાવના માને છે, એનાથી જ પોતાનો અહંકાર પુષ્ટ કરે છે. અમુક લોકો પ્રાપ્ત કરેલા ક્ષયોપશમ જ્ઞાનમાં જ રોકાઈ જાય છે અને એનાથી જ પોતાનો અહંકાર પુષ્ટ કરે છે. અમુક લોકો ધ્યાન (આર્તધ્યાન) પાછળ પડી જાય છે. ધ્યાનથી જ સમ્યગ્દર્શન મળશે એવું માનીને આત્માનો અનુભવ ન હોવાને કારણે દેહાદિનું જ ધ્યાન કરતા હોય છે, જેને શાસ્ત્રમાં આર્તધ્યાન કહ્યું છે કે જેને તિર્યંચ ગતિનું કારણ માન્યું છે. અમુક લોકો કોરી ભક્તિમાં લાગી જાય છે. યથાર્થ ભક્તિ એ હોય છે કે જેમાં મુમુક્ષુ જીવ ભગવાનના અથવા સતપુરુષોનાં વચનો પર ચાલવાનો પ્રયાસ કરે છે નહીં કે ભગવાન અથવા સતપુરુષોની સ્તુતિ કરીને પોતાના કલ્યાણની જવાબદારી એમના માથે થોપી દે છે. આવું કરવા પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. જેમ કે, જેને સંસારનો લગાવ છે તેને પોતાનો પુરુષાર્થ સંસારમાં લગાવવો છે અને સ્વયંના આત્મકલ્યાણની જવાબદારી ભગવાન/સતપુરુષ પર રાખવી છે. અથવા જેવી રીતે સંસારમાં બીજી વસ્તુઓ ચાપલૂસી કરીને પામે છે, તેવી રીતે સમ્યગ્દર્શનને પણ ભગવાન/સતપુરુષની કોરી (આજ્ઞા પાળ્યા વગરની) ભક્તિ કરીને પ્રાપ્ત કરી લેવું છે. અથવા સંસારીને જેમ બધી વસ્તુઓ દેખાડા માટે અથવા આડંબર માટે જોઈએ, એવી જ રીતે સમ્યગ્દર્શન પણ દેખાડા માટે જ જોઈએ છે, નહીં કે મુક્તિ માટે અથવા બીજા કોઈ સાંસારિક કારણ પણ હોઈ શકે છે. અને અન્ય લોકો સંસારના આકર્ષણથી, ધર્મના નામે ભેગા કરેલ ધન-વૈભવ અને એના પ્રપંચમાં જ ફ્લાઈ જાય છે.
આવી રીતે અનેક લોકો સમ્યગ્દર્શનની વાત તો કરે છે, પરંતુ તેઓ માત્ર વ્યવહાર સમ્યગ્દર્શનને જ વાસ્તવિક/સાચું સમ્યગ્દર્શન માનીને સંતુષ્ટ થઈ જાય છે, અને પોતાને મોક્ષમાર્ગી સમજવા લાગે છે. આ જ રીતે અનાદિથી આપણે પોતાને ઠગ્યા છે, હવે કયાં સુધી પોતાને ઠગવા છે ? આ વાતનો વિચાર કરીને સ્વયં ઉપર કરુણા લાવીને, સ્વદયા લાવીને અનાદિથી દુઃખમય સંસારમાં રખડતા એવા પોતાને આ દુઃખમય સંસારથી છોડાવવો છે – મુક્ત કરાવવો છે. તેના માટે નિશ્ચય સમ્યગ્દર્શન આવશ્યક છે.
શાસ્ત્રોના સમગ્રતાથી અધ્યયનના અભાવના કારણે અનેક લોકોને વસ્તુસ્વરૂપને સમજવામાં ભ્રાન્તિ/ગેરસમજ થાય છે. એટલા માટે શાસ્ત્રોને સમગ્રતાથી નહીં જાણવાવાળા લોકો, કોઈના પણ શબ્દોને પકડીને તેનું અક્ષરશ: અર્થઘટન કરે છે; પરંતુ તેઓ તેનું યથાર્થ અર્થઘટન નથી કરી શકતા. તેથી તેઓ આ
Page #18
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન
૧૩
પ્રકારે અક્ષરશઃ અર્થઘટન કરીને એકાંતરૂપે પરિણમે છે અથવા વિકૃતરૂપે પણ પરિણમે છે, અને સમજે છે એમ કે અમે બધું જ સમજી લીધું છે. એના જ અહંકારમાં (ગુમાનમાં) બીજા કોઈની સાચી વાત પણ, એમના મતને અનુકૂળ ન હોવાથી નથી સાંભળતા. જ્યારે તેઓ તે અક્ષરશઃ અર્થઘટન અનુસાર પકડી રાખેલી પોતાની વાત પર જ મક્કમ રહે છે, ત્યારે તે ભ્રાન્તિ/ગેરસમજ તેઓને આગ્રહરૂપે પરિણમે છે અને આગળ જતા તે આગ્રહ હઠાગ્રહ, દુરાગ્રહ અને એકાંતરૂપે પરિણમે છે.
જેમ કે, દષ્ટિ (સમ્યગ્દર્શન)નો વિષય ‘પર્યાયરહિત દ્રવ્ય’ છે. આ વાક્યનું અક્ષરશઃ અર્થઘટન કરીને અભેદ દ્રવ્યમાંથી પર્યાયને ભૌતિક રીતે કાઢવાની કોશિશ/ચેષ્ટા કરવી. તે તો સૌથી મોટી ભૂલ છે, કેમ કે અભેદ-અખંડ વસ્તુ/દ્રવ્યમાંથી એક અંશ પણ કાઢવાની કોશિશ કરવાથી પૂર્ણ વસ્તુનો જ લોપ થઈ જાય છે. ખરેખર અભેદનય જ સમ્યગ્દર્શન માટે કાર્યકારી છે; પરંતુ વર્તમાનમાં મુમુક્ષુ જીવો કોઈ ને કોઈ ભેદ માનીને (ઉપજાવીને) ભેદમાં જ રમે છે અને વસ્તુનો નિર્ણય કરવાની કોશિશ/ચેષ્ટા કરે છે. જેથી તેઓને અભેદ વસ્તુની પ્રાપ્તિ અસંભવ જ હોય છે. આ કમીની/ઓછપની પૂર્તિ અર્થે અમે આ પુસ્તકમાં વસ્તુનું ભેદાભેદ સ્વરૂપ સમજાવવાનો પ્રયાસ કરીશું. અભેદ અનુભૂતિમાં આવવાવાળી વસ્તુની (દ્રવ્યની) કેવી રીતે પ્રાપ્તિ કરવી જોઈએ, તે વાત અમે આગળના થોડા પ્રકરણમાં સમજાવવાનો પ્રયાસ કરીશું. આવી પરિસ્થિતિ અનંત કાળ પછી આવવાવાળા હુંડાઅવસર્પિણી પંચમ કાળના કારણે જ છે કે ભગવાનના માત્ર ૨૬૦૦ વર્ષ પછી જ અનેક સંપ્રદાયોમાં ધર્મનું માત્ર બાહ્ય સ્વરૂપ જ રહી ગયું છે અને ધર્મનો પ્રાણ એવા નિશ્ચય સમ્યગ્દર્શનની વાત તો ખૂબ જ ઓછા લોકો કરે છે અને માને છે.
જ
સમ્યગ્દર્શન માટે જેટલું ભેદજ્ઞાન જરૂરી છે અર્થાત્ પુદ્ગલ અને તેના લક્ષે થતા ભાવોથી આત્માનું ભેદજ્ઞાન જેટલું જરૂરી છે, તેટલી દ્રવ્ય-ગુણ-પર્યાયની સમજ આવશ્યક ન હોવાં છતાં, જેમણે તે દ્રવ્યગુણ-પર્યાય સ્વરૂપ વસ્તુવ્યવસ્થા અગર તો ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ વસ્તુવ્યવસ્થા વિપરીત રૂપે ધારણ કરેલ હોય તો તેમને માટે અત્રે પ્રથમ દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ અને ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ વસ્તુવ્યવસ્થા સમ્યક્પે જણાવીએ છીએ. તેના ઉપર વિચાર કરવો યોગ્ય છે અને તે જેમ છે તેમ પ્રથમ સ્વીકારવી પરમ આવશ્યક છે. કારણ કે જૈનસમાજમાં એક વર્ગ એવો પણ છે કે જેઓએ વસ્તુવ્યવસ્થાને જ વિકૃત કરી નાખેલ છે; તેઓ દ્રવ્ય અને પર્યાયને એ હદે અલગ માને છે જાણે કે તે બે અલગ દ્રવ્યો ન હોય ! તેઓ એક અભેદ દ્રવ્યમાં ઉપજાવીને જણાવેલ ગુણ-પર્યાયને પણ ભિન્ન સમજે છે અર્થાત્ દ્રવ્યનું સમ્યક સ્વરૂપ સમજાવવા દ્રવ્યને અપેક્ષાએ ગુણ અને પર્યાયથી ભિન્ન જણાવેલ છે, તેને તેઓ વાસ્તવિક ભિન્ન સમજે છે; દ્રવ્ય અને પર્યાયને બે ભાવ ન માનતાં તેઓ તેને બે ભાગરૂપ માનવા સુધીની પ્રરૂપણા કરે છે, અને આગળ તેમાં પણ સામાન્ય-વિશેષ એવા બે ભાગની કલ્પના કરે છે. આ રીતે વસ્તુવ્યવસ્થાને જ વિકૃત રીતે ધારણ કરીને અને વિકૃત રીતે પ્રરૂપણા કરીને તેઓ પોતે સંસારના અંત માટેના ધર્મથી તો દૂર રહે જ છે, તે ઉપરાંત તેઓ
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૪
સમ્યગ્દર્શનની રીત
જાણ્યે-અજાણ્યે અનેક લોકોને પણ સંસારના અંતથી દૂર રાખે છે, જે વાત અત્યંત કરુણા ઉપજાવે તેવી છે. તેથી કરીને અત્રે પ્રથમ અમે વસ્તુવ્યવસ્થા ઉપર વિસ્તારથી પ્રકાશ પાથરીએ છીએ.
હવે પછી અમે નિશ્ચય સમ્યગ્દર્શનની વિધિ પણ સમજાવવાનો પ્રયાસ કરીશું. પરંતુ કોઈ એવું ન સમજે કે અમે જરાક પણ વ્યવહાર ધર્મના વિરોધી છીએ. વ્યવહાર ધર્મ જે આપણને નિશ્ચય તરફ લઈ જાય એ તમામ વ્યવહાર, ‘ધર્મ’ સંજ્ઞા પામવાને અધિકારી છે. આવી અનેકાંતમય વસ્તુવ્યવસ્થા છે જિનશાસનની, એ આપણે ક્યારેય ભૂલવા જેવું નથી. આ જ વિધિ છે તત્ત્વના નિર્ણયની, જે અમે આગળ સમજાવવાનો પ્રયાસ કરીશું. હવે અમે દ્રવ્ય-ગુણની યથાર્થ વ્યવસ્થા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ.
C$
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૫
દ્રવ્ય-ગણ વ્યવસ્થા
ટૂંકમાં કહેવું હોય તો દ્રવ્ય, તે ગુણોનો સમૂહ છે અને તે દ્રવ્યની વર્તમાન અવસ્થાને પર્યાય કહેવાય છે. જો કોઈને એવો પ્રશ્ન થાય કે ગુણોનો સમૂહ એટલે ઘઉંના કોથળા સમાન કે બીજી કોઈ રીતે ? ઉત્તરઃ તે ઘઉંના કોથળા જેવો નથી અર્થાત્ જેમ કોથળામાં અલગ અલગ ઘઉં છે એવી રીતે દ્રવ્યમાં ગુણો નથી, પરંતુ તે ગુણો દ્રવ્યમાં, સાકરમાં ગળાશની જેમ છે અર્થાત્ દ્રવ્યના તમામ ભાગમાં (ક્ષેત્રમાં) અર્થાત્ પ્રત્યેક પ્રદેશે (પ્રદેશ એટલે ક્ષેત્રનો નાનામાં નાનો અંશ) છે. અર્થાત્ દ્રવ્યના પ્રત્યેક પ્રદેશે, તે દ્રવ્યના તમામ (અનંતાનંત) ગુણો રહેલા છે અને તેને બીજી રીતે એમ કહી શકાય કે એક અખંડ દ્રવ્યમાં રહેલ અનંતાનંત વિશેષતાઓને તે દ્રવ્યના અનંતાનંત ગુણો તરીકે વર્ણવ્યા છે, ઓળખાવ્યા છે. તે સર્વે વિશેષતાઓના સમૂહને દ્રવ્ય (વસ્તુ) તરીકે ઓળખાવેલ છે. તે વસ્તુ (દ્રવ્ય) તો અભેદ-એક જ છે, પરંતુ તેની વિશેષતાઓને દર્શાવવાં જ તેમાં ગુણભેદ કરેલ છે, અન્યથા ત્યાં કોઈ જ ક્ષેત્રભેદરૂપ ગુણભેદ છે જ નહીં. ત્યાં તો માત્ર એક વસ્તુમાં રહેલ અનંતાનંત વિશેષતાઓને બતાવવા જ ગુણભેદનો સહારો લીધેલ છે. તે વસ્તુમાં વાસ્તવિક (ખરેખર) કોઈ ભેદ જ નથી, કારણ કે વસ્તુ અભેદ જ છે; આથી તેને કથંચિત્ ભેદઅભેદરૂપ જણાવેલ છે અર્થાત્ ત્યાં સર્વથા ન તો ભેદ છે અને ન તો અભેદ છે, પરંતુ વસ્તુની અપેક્ષાએ અભેદ છે અને ગુણોની અપેક્ષાએ ભેદ છે તેથી તેને કથંચિત્ ભેદ-અભેદરૂપ જણાવેલ છે. તેનો અર્થ એ છે કે તે વસ્તુમાં એક જ ગુણ છે એવું નથી, પરંતુ તે વસ્તુમાં અનંતાનંત વિશેષતાઓ અર્થાત્ ગુણો છે તે અપેક્ષાએ જ ભેદ કહેવાય; પરંતુ ત્યાં વસ્તુમાં કોઈ જ વાસ્તવિક ભેદ નથી તે અપેક્ષાએ અભેદ જ કહેવાય. અભેદનયને જ કાર્યકારી જણાવેલ છે અને ભેદનય માત્ર વસ્તુનું સ્વરૂપ સમજાવવા માટે જણાવેલ ભેદરૂપ વ્યવહાર માત્ર જ છે, કારણ કે નિશ્ચયથી વસ્તુ એક અભેદ જ છે.
અત્રે આપણે શ્રી પંચાધ્યાયી પૂર્વાર્ધની (પં. દેવકીનંદજી કૃત હિંદી ટીકાના આધાર ઉપરથી સરળ ગુજરાતી ટીકા અનુવાદક સોમચંદ અમથાલાલ શાહ – પ્રકાશક : ભગવાન શ્રી કુંદકુંદ – કહાન જૈનશાસ્ત્રમાળા પુષ્પ-૩૧, આવૃત્તિ-૧) ગાથાઓ પર વિચાર કરીશું :
ગાથા ૩૫ :- અન્વયાર્થ : ‘‘બીજા પક્ષમાં એટલે અખંડ અનેકપ્રદેશી વસ્તુ માનવામાં નિશ્ચયથી
:
Page #21
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
જે ગુણોનું પરિણમન થાય છે, તે દ્રવ્યના સર્વ પ્રદેશોમાં સમાન થાય છે, અને તે ઠીક છે; કારણ કે હલાવેલો એક વાંસ પોતાની બધી પર્વોમાં – એકેએક ગાંઠમાં હાલી જાય છે... આ રીતે દ્રવ્ય અખંડ છે અને સર્વ પ્રદેશોમાં રહેલ સર્વે ગુણો સર્વ પ્રદેશે પરિણમે છે.
ગાથા ૩૯ : અન્વયાર્થ:- “એ ગુણોનો આત્મા જ દ્રવ્ય છે, કારણ કે એ ગુણો દેશથી (દ્રવ્યથી) જુદી સત્તાવાળા નથી. નિશ્ચયથી દેશમાં (દ્રવ્યમાં) વિશેષ (ગુણો) રહેતા નથી, પરંતુ એ વિશેષો (ગુણો) દ્વારા જ દેશ (દ્રવ્ય) તેવો ગુણમય જણાય છે.” અર્થાત્ ગુણો છે તે જ દ્રવ્ય છે, બીજું કોઈ દ્રવ્ય નથી.
ગાથા ૪૫ : અન્વયાર્થ :- “એટલા માટે આ જ નિર્દોષ છે કે એ નિર્વિશેષ - નિર્ગુણ દ્રવ્યના વિશેષ જ ગુણ કહેવાય છે અને તે પ્રતિક્ષણ કથંચિત્ પરિણમનશીલ છે.”
અર્થાત્ દ્રવ્યમાં ગુણો સિવાય કાંઈ જ નથી અને તે સર્વે ગુણો ટકતા અને પરિણમતા છે અર્થાત્ જે ટકે છે તે જ ટકીને પરિણમે પણ છે, તે કુટસ્થ નથી. કથંચિતનો અર્થ એ છે કે, જે ટકે છે તે જ પરિણમે છે. માત્ર અપેક્ષાએ ટકતો અને પરિણમતો કહેવાય અર્થાત્ જે ટકે છે તેનો વર્તમાન - તે જ તેનું પરિણમન અને તેમાં કોઈ વાસ્તવિક ભેદ ન હોવાથી તેને કથંચિત્ કહ્યું છે.
ગાથા ૧૦૫ : અન્વયાર્થ :- “પ્રગટ છે અર્થ જેનો એવા ગુણોના લક્ષણ સંબંધી પદોનો સારાંશ એ છે કે, સમાન છે પ્રદેશ જેના એવા એક સાથે રહેવાવાળા જે વિશેષો છે તે જ (વિશેષો) જ્ઞાન દ્વારા ભિન્ન કરતાં ક્રમથી શ્રેણીકૃત ગુણ જાણવા.”
ભાવાર્થ :- “અનંત ગુણોના સમુદાયનું નામ દ્રવ્ય છે. દ્રવ્યના સંપૂર્ણ પ્રદેશોમાં જેમ એક વિવક્ષિત ગુણ રહે છે તે જ પ્રમાણે દ્રવ્યના બધા ગુણો પણ તે દ્રવ્યના એ જ બધા પ્રદેશોમાં યુગપત્ (એક સાથે) રહે છે. એટલા માટે દ્રવ્યના બધા ગુણો સમાન પ્રદેશવાળા અર્થાત્ અભિન્ન છે. વસ્તુતાએ એમાં કોઈ ભેદ નથી તો પણ શ્રુતજ્ઞાનાન્તર્ગત નયજ્ઞાનથી વિભક્ત (ભિન્ન ભિન્ન) કરતાં તેની ભિન્નભિન્ન શ્રેણીઓ થઈ જાય છે, કારણ કે વસ્તુમાં ખંડકલ્પના નયજ્ઞાનના કારણથી જ થાય છે.” અર્થાત્ વસ્તુ અભેદ જ છે, તેથી કોઈ પણ ભેદની કલ્પના તે નયજ્ઞાન જ છે.
ગાથા ૪૯૧ : અન્વયાર્થ :- “...એ બધા ગુણોની એક જ સત્તા હોવાથી એ બધા ગુણોમાં અખંડિતપણું પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે.”
ગાથા ૪૯૨ : અન્વયાર્થ :- “તેથી આ કથન નિર્દોષ છે કે, જો કે ભાવની અપેક્ષાએ સત્ અખંડિત એક છે, તો પણ એ સર્વ કથન વિવક્ષાવશથી છે, “સર્વથા' એ જ નયથી નથી.”
ભાવાર્થ :- “તેથી અમારું આ કહેવું બરાબર છે કે, ભાવની અપેક્ષાએ પણ “સ” એક અને અખંડિત છે તથા આમ કહેવું એ પણ નથવિશેષની વિવક્ષાથી છે, પણ સર્વથા નથી.” અર્થાત્ અભેદ નયથી છે, ભેદ નયથી નહીં.
Page #22
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય - ગાગ વ્યવસ્થા
ગાથા ૧૪૩ : અન્વયાર્થ:- “સત્તા, સત્ત્વ અથવા સત, સામાન્ય, દ્રવ્ય, અન્વય, વસ્તુ, અર્થ અને વિધિ - એ નવા શબ્દો સામાન્ય રૂપથી એક દ્રવ્યરૂપ અર્થના જ વાચક છે.”
એટલે જો એમ કહેવામાં આવે કે એક સત્તાના બે સત્ છે કે ત્રણ સત્ છે કે ચાર સત્ છે કે અનંત સત્ છે, તો એ કથન ભેદનયની અપેક્ષાએ સમજવું; કારણ કે સત્તા અને સત્ એ બન્ને એકાર્થ વાચક જ છે, છતાં ભેદની અપેક્ષાએ એક સત્તાના બે, ત્રણ, ચાર અથવા અનંત ભેદ કરીને ભેદનયે કરી કથન કરી શકાય. પરંતુ વાસ્તવમાં (ખરેખર) તો સત્ કહો કે સત્તા કહો તે એક, અભેદ જ છે અર્થાત્ જે પણ ભેદ કર્યા છે તે તો માત્ર વસ્તુને સમજાવવા માટે જ છે, ભેદરૂપ વ્યવહારમાત્ર જ છે.
ગાથા પર૪ : અન્વયાર્થ:- “અનંત ધર્મવાળા એક ધર્મીના વિષયમાં આસ્તિક્ય બુદ્ધિ થવી એ જ આ વ્યવહારનયનું ફળ છે......” અર્થાત્ વ્યવહારરૂપ ભેદ માત્ર આસ્તિક્ય બુદ્ધિ થવા અર્થે જ છે, અન્યથા નહિ.
ભાવાર્થ:- “પૂર્વોક્ત પ્રકારના વ્યવહારને માનવાનું પ્રયોજન આ છે કે, ‘વસ્તુના અનંત ધર્મો હોવા છતાં તે એક અખંડ વસ્તુ છે' એવી પ્રતીતિ કરવી, અર્થાત્ ગુણ-ગુણી અભેદ હોવાથી ગુણોને જાણતાં ગુણીનું સુપ્રતીત (ઓળખાણ) જીવને થાય, તો આ વ્યવહારનયનું યથાર્થ ફળ આવ્યું કહેવાય. વ્યવહારના આશ્રયનું ફળ વિકલ્પ-રાગદ્વેષ છે, માટે ભેદનો આશ્રય ન કરતાં અર્થાત્ આ નય દ્વારા કહેલા ગુણના ભેદમાં ન રોકાતાં અભેદદ્રવ્યની પ્રતીતિ કરવી તે આ નયના જ્ઞાનનું ફળ છે. આ ફળ ન આવે તો આ નયજ્ઞાન યથાર્થ નથી.”
ગાથા ૬૩૪-૬૩૫ : અન્વયાર્થ :- “નિશ્ચયથી વ્યવહારનય અભૂતાર્થ છે (અર્થાત્ સમ્યગ્દર્શન અર્થે અર્થાત્ આત્માની અભેદ અનુભૂતિ અર્થે કાર્યકારી નથી) તેમાં આ કારણ છે કે, અહીં સૂત્રમાં જે દ્રવ્યને ગુણવાળું કહ્યું છે તેનો અર્થ કરવાથી અહીં આગળ ગુણ જુદા છે, દ્રવ્ય જુદું છે તથા ગુણના યોગથી તે દ્રવ્ય ગુણવાળું કહેવાય છે એવો અર્થ સિદ્ધ થાય છે (જણાય છે), પરંતુ તે ઠીક નથી. કારણ કે ન ગુણ છે, ન દ્રવ્ય છે, ન ઉભય છે, ન એ બન્નેનો યોગ છે પરંતુ કેવળ અસત્ (અભેદદ્રવ્ય) છે, તથા એ જ સને ચાહે ગુણ માનો અથવા દ્રવ્ય માનો, પરંતુ તે ભિન્ન નથી અર્થાત્ નિશ્ચયથી અભિન્ન જ છે.”
ભાવાર્થ :- “વ્યવહારનયથી "JwUdXP D] S' ગુણવાળાને દ્રવ્ય કહેવાથી એવો બોધ થઈ શકે છે કે, ગુણ અને દ્રવ્ય ભિન્ન ભિન્ન વસ્તુ છે તથા ગુણના યોગથી દ્રવ્ય, દ્રવ્ય કહેવાય છે, પરંતુ એવો અર્થ ઠીક નથી, કારણ કે, ન ગુણ છે, ન દ્રવ્ય છે, ન બને છે કે ન બંનેનો યોગ છે; પરંતુ નિશ્ચયનયથી કેવળ એક અદ્વૈત, અભિન્ન, અખંડ જ સત્ છે, તેને જ ચાહે ગુણ કહો, ચાહે દ્રવ્ય કહો અથવા જે ઈચ્છો તે કહો! સારાંશ-'
ગાથા ૬૩૬ અન્વયાર્થ:- “તેથી આન્યાયથી સિદ્ધ થયું કે, વ્યવહારનય છે, તો પણ તે અભૂતાર્થ
Page #23
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
છે તથા ખરેખર તેનો અનુભવ કરવાવાળા જે મિથ્યાદષ્ટિ છે તે પણ અહીં ખંડિત થઈ ચૂક્યા.” અર્થાત્ જેઓ દ્રવ્યને અભેદ-અખંડ અનુભવતા નથી, તેઓને નિયમથી ભ્રમયુક્ત મિથ્યાદષ્ટિ માનવા.
ભાવાર્થ :- “વ્યવહારનય, ઉક્ત પ્રકારના ભેદને વિષય કરે છે; કારણ કે, વિધિપૂર્વક ભેદ કરવો એ જ વ્યવહાર’ શબ્દનો અર્થ છે. તેથી સિદ્ધ થાય છે કે, વ્યવહારનય અભૂતાર્થ જ છે – પરમાર્થભૂત નથી, તથા ખરેખર તેનો અનુભવ કરવાવાળા મિથ્યાદષ્ટિ છે તેઓ પણ નષ્ટ થઈ ચૂક્યા (અર્થાત્ તેઓ અનંતસંસારી થઈ ચૂક્યા)....” અર્થાત્ જેઓ ભેદમાં જ રમતા હોય અને ભેદની જ પ્રરૂપણા કરતાં હોય તેને કદી અભેદ દ્રવ્ય અનુભવમાં જ આવવાનું નથી, તેથી કરી તે મિથ્યાદષ્ટિ છે – નષ્ટ થઈ ચૂક્યા સમાન છે.
ગાથા ૬૩૭ અન્વયાર્થ :- “શંકાકાર કહે છે કે, જે એમ કહો તો નિયમથી નિશ્ચયપૂર્વક નિશ્ચયનય જ આદર કરવા યોગ્ય માનવો જોઈએ. કારણ કે, અકિંચત્કારી હોવાથી અપરમાર્થભૂત વ્યવહારનયથી શું પ્રયોજન છે ? જો એમ કહો તો –' અર્થાત્ શંકાકાર એકાંતે નિશ્ચયનય જ માનવો જોઈએ એમ કહે છે. ઉત્તર –
ગાથા ૬૩૮-૬૩૯ : અન્વયાર્થ:- “એ પ્રમાણે કહેવું ઠીક નથી. કારણ કે, અહીં આગળ વિપ્રતિપત્તિ થતાં તથા સંશયની આપત્તિ આવતાં વા વસ્તુનો વિચાર કરવામાં બળપૂર્વક વ્યવહારનય પ્રવૃત્ત થાય છે અથવા જે જ્ઞાન બન્ને નયોને અવલંબન કરવાવાળું છે તે જ પ્રમાણ કહેવાય છે. તેથી પ્રસંગવશ તે વ્યવહારના કોઈના માટે ઉપરનાં ઉપર જણાવેલ) કાર્યો માટે આશ્રય કરવા યોગ્ય છે. પરંતુ સવિકલ્પ જ્ઞાનવાળાઓની માફક નિર્વિકલ્પ જ્ઞાનવાળાઓને તે શ્રેયભૂત નથી.” અર્થાત્ તે મિથ્યાત્વીને તત્ત્વ સમજવા/સમજાવવા માટે આશ્રય કરવા યોગ્ય છે, પરંતુ સમ્યગ્દષ્ટિઓને અનુભવકાળે તેનો આશ્રય હોતો નથી અર્થાત્ તે શ્રેયભૂત નથી. કેમ કે વિકલ્પ છે તે વ્યવહાર છે અને નિર્વિકલ્પ છે તે નિશ્ચય. હવે અમે આગળ દ્રવ્ય-પર્યાયની યથાર્થ વ્યવસ્થા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ.
Page #24
--------------------------------------------------------------------------
________________
પ
દ્રવ્ય-પર્યાય વ્યવસ્થા
૧૯
દ્રવ્ય અને ગુણની વ્યવસ્થા જોઈ, હવે આપણે પર્યાય વિશે વિચાર કરીશું :- ગુણોના સમૂહપ અભેદ દ્રવ્ય (વસ્તુ) છે, તો તેમાં પર્યાય ક્યાં રહે છે ? ઉત્તર – પર્યાય દ્રવ્યના સર્વભાગમાં (પૂર્ણ ક્ષેત્રમાં) રહે છે; કારણ કે ગુણોના સમૂહરૂપ અભેદ દ્રવ્યનો જે વર્તમાન છે અર્થાત્ તેની જે વર્તમાન અવસ્થા છે (પરિણમન છે), તેને જ તે દ્રવ્યની પર્યાય કહેવામાં આવે છે અને તે અભેદ પર્યાયમાં જ વિશેષતાઓની અપેક્ષાથી અર્થાત્ ગુણોની અપેક્ષાએ તેમાં (અભેદ પર્યાયમાં) જ ભેદ કરીને તેને ગુણોની પર્યાય કહેવાય છે. આ કારણે કહી શકાય કે જેટલું ક્ષેત્ર દ્રવ્યનું છે, તે અને તેટલું જ ક્ષેત્ર ગુણોનું છે અને તે અને તેટલું જ ક્ષેત્ર પર્યાયનું પણ છે; આથી જ દ્રવ્ય-પર્યાયને વ્યાપ્ય-વ્યાપક સંબંધ કહેવાય છે.
આ જ વાત પ્રવચનસાર ગાથા ૧૧૪ માં પણ કહેલ છે કે, ‘‘દ્રવ્યાર્થિક (નય) વડે સઘળું (અર્થાત્ પૂર્ણ દ્રવ્ય) દ્રવ્ય છે; અને વળી પર્યાયાર્થિક (નય) વડે તે (દ્રવ્ય) અન્ય-અન્ય છે, કારણ કે તે કાળે તન્મય હોવાને લીધે (દ્રવ્ય-પર્યાયોથી) અનન્ય છે.’'
અહીં કોઈને પ્રશ્ન થાય કે તો દ્રવ્ય અને પર્યાયના પ્રદેશો ભિન્ન છે એવું કઈ રીતે કહી શકાય ? ઉત્તર ભેદ વિવક્ષામાં જ્યારે એક અભેદ-અખંડ દ્રવ્યમાં ભેદ ઉપજાવીને સમજાવવામાં આવે છે ત્યારે દ્રવ્ય અને પર્યાય એવા વસ્તુના બે ભાવોને પોતપોતાના ભાવની અપેક્ષાથી એવું કહી શકાય કે બન્નેના પ્રદેશો ભિન્ન છે; પરંતુ વાસ્તવમાં (ખરેખર) ત્યાં કાંઈ જ ભિન્નતા નથી, તે બન્ને અભેદ જ છે, તન્મય જ છે અર્થાત્ એક જ આકાશપ્રદેશોને અવગાહીને રહેલ છે. જેમ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૨૭૭માં જણાવેલ છે કે, ‘વસ્તુ જે કાળે, જે સ્વભાવે પરિણમનરૂપ હોય છે, તે કાળે, તે પરિણામથી તન્મય હોય છે;.........' અને પંચાસ્તિકાયસંગ્રહ ગાથા ૯માં પણ જણાવેલ છે કે, ‘‘તે તે સદ્ભાવપર્યાયોને જે દ્રવે છે – પામે છે, તેને (સર્વજ્ઞો) દ્રવ્ય કહે છે કે જે સત્તાથી (અર્થાત્ દ્રવ્યથી) અનન્યભૂત છે.’’
આ અભેદ પર્યાયને, આકારની અપેક્ષાએ વ્યંજનપર્યાય અથવા દ્રવ્યપર્યાય કહેવાય છે, અને તે જ અભેદ પર્યાયને વિશેષતાઓની અપેક્ષાએ ગુણપર્યાય અથવા અર્થપર્યાય પણ કહેવાય છે. અત્રે સમજવાનું એ છે કે જે ગુણોના સમૂહરૂપ દ્રવ્ય છે, તેનો કોઈ ને કોઈ આકાર અવશ્ય હોવાનો અને તેનું કોઈ ને કોઈ રૂપ અને કાર્ય પણ અવશ્ય હોવાનું જ અર્થાત્ તેમાં જે આકાર છે તેને તે દ્રવ્યની દ્રવ્યપર્યાય અથવા વ્યંજનપર્યાય કહેવાય છે, અને જે તેનું વર્તમાન કાર્ય છે (પરિણામ છે = અવસ્થા છે), તેને તે દ્રવ્યની ગુણપર્યાય અથવા અર્થપર્યાય કહેવાય છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
જેમ આપણે ઉપર જોયું તેમ ભેદરૂપ વ્યવહાર અભૂતાર્થ છે, તે માત્ર તત્ત્વ સમજવા અથવા સમજાવવા માટે પ્રયોગમાં લેવાય છે, અન્યથા તે કાર્યકારી નથી અને વસ્તુનું સ્વરૂપ તો અભેદ જ છે અને તે જ ભૂતાર્થ છે; તેથી સર્વ કથન, અપેક્ષાએ ગ્રહણ કરવું યોગ્ય છે, અન્યથા અર્થનો અનર્થ થઈ જાય છે અર્થાત્ તેને જે કોઈ એકાંતે ગ્રહણ કરે અથવા સમજાવે, તો તે મિથ્યાદષ્ટિ છે અને તે નષ્ટ થઈ ચૂકેલા છે અર્થાત્ આ મનુષ્યભવ હારી ચૂકેલા છે ઉપર જણાવેલ ગાથા ૬૩૬ જેવી).
દરેક વસ્તુનું કાર્ય વસ્તુથી અભેદ જ હોય છે અને તેને જ તેનું ઉપાદાનરૂપ પરિણમન કહેવાય છે, અને તે કાર્યને અથવા અવસ્થાને વર્તમાન સમય અપેક્ષાએ વર્તમાન પર્યાય કહેવાય છે; આથી કહેવા માટે એમ કહી શકાય છે કે, પર્યાય દ્રવ્યમાંથી આવે છે અને દ્રવ્યમાં જ જાય છે; કારણ કે કોઈ પણ દ્રવ્ય(વસ્તુ)નું કાર્ય તેનાથી અભેદ જ હોય છે છતાં ભેદનયથી આવું કથન કરી શકાય છે. પરંતુ તેથી કરીને, તે બન્ને ભિન્ન ભિન્ન છે તેવું નથી, દ્રવ્ય અને પર્યાયને કથંચિત્ ભિન્ન કહેવાય છે તે આ અપેક્ષાએ.
કોઈ પણ દ્રવ્ય છે તે નિત્ય છે પરંતુ કુટસ્થ નિત્ય નહિ; કારણ કે જે તે વસ્તુનું કોઈ પણ કાર્ય જ માનવામાં ન આવે તો તે વસ્તુનો જ અભાવ થઈ જશે, તેથી કરીને દરેક નિત્ય વસ્તુનું, જે વર્તમાન કાર્ય છે તેને જ તેનો પર્યાય કહેવામાં આવે છે અને આવા ભૂત, ભવિષ્ય અને વર્તમાનના પર્યાયોનો સમૂહ જ દ્રવ્ય (વસ્તુ) છે અર્થાત્ અનુસ્મૃતિથી રચાયેલ પર્યાયોનો સમૂહ તે જ દ્રવ્ય છે.
વસ્તુનો સ્વભાવ છે કે તે ટકીને પરિણમે છે તેથી તે વસ્તુમાં એક ટકતો ભાવ છે અને એક પરિણમતો ભાવ છે, તેમાંથી જે ટકતો ભાવ છે તેને નિત્યરૂપ અર્થાત્ દ્રવ્ય કહેવાય છે, ત્રિકાળી ધ્રુવ કહેવાય છે અને જે પરિણમતો ભાવ છે તેને પર્યાય કહેવાય છે અર્થાત્ વસ્તુમાં એક ટકતો ભાગ અને એક પરિણમતો ભાગ એવા બે ભાગ અર્થાત્ વિભાગ નથી. જે એવા કોઈ વિભાગ માનવામાં આવે, તો વસ્તુ એક - અખંડ-અભેદ ન રહેતાં બે - ભિન્ન થઈ જાય અને એક ભાગ કુટસ્થ અર્થાત્ એક દ્રવ્ય કુટસ્થરૂપ થઈ જાય અને બીજો ભાગ ક્ષણિક અર્થાત્ બીજું દ્રવ્ય ક્ષણિક થઈ જાય, અને આમ થતાં વસ્તુની સિદ્ધિ જ ન થાય. કારણ કે ઉપર જણાવ્યા અનુસાર કોઈ જ દ્રવ્ય તેના કાર્ય વગર કુટસ્થ ન હોય અને કોઈ વસ્તુ ક્ષણિક હોય, તો તે વસ્તુનો જ અભાવ થઈ જાય. આથી કરીને આવા બે દોષ વસ્તુવ્યવસ્થા ન સમજાતાં આવી જશે અને વસ્તુની સિદ્ધિ જ નહિ થાય.
તેથી કરીને પ્રથમ જણાવ્યા અનુસાર વસ્તુનો જે વર્તમાન છે અર્થાત્ તેની જે અવસ્થા છે તેને જ પર્યાય સમજવો અત્યંત આવશ્યક છે અને તે એમ જ છે. અર્થાત્ જ્યારે એમ કહેવામાં આવે કે પર્યાય તો દ્રવ્યમાંથી જ આવે છે અને દ્રવ્યમાં જ જાય છે, તો તેવાં કથનને ઉપર જણાવ્યા અનુસારની અપેક્ષાએ માત્ર વ્યવહાર” અર્થાત્ ઉપચાર-કથન માત્ર સમજવું, નહીં કે વાસ્તવિક. હવે અમે આગળ ઉત્પાદ-વ્યયધ્રુવની યથાર્થ વ્યવસ્થા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ.
Page #26
--------------------------------------------------------------------------
________________
ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ વ્યવસ્થા
હવે ઉત્પાદ-વ્યય-ધ્રુવથી પણ આ જ ભાવ સમજીએ. જે ઉત્પાદ-વ્યય છે તે પર્યાય છે અને જે ધ્રુવ છે તે દ્રવ્ય છે અર્થાત્ જે દ્રવ્ય છે તે નિત્ય છે અને તેનાથી જ “આ તે જ છે' એવો નિર્ણય થાય છે, તેથી તેને જ ધ્રુવભાવ અથવા અપરિણામી ભાવ પણ કહેવાય છે.
જૈન ધર્મમાં ધ્રુવભાવ એ એકાંત અપરિણામી અર્થાત્ કુટસ્થ નથી પરંતુ તે પરિણમનશીલ વસ્તુ છે, જેમાં સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા રર૬માં જણાવેલ છે કે, “વળી એકાંતસ્વરૂપદ્રવ્ય છે તે લેશમાત્ર પણ કાર્ય કરતું નથી તથા જે કાર્ય ન કરે તે દ્રવ્ય જ કેવું? તે તો શૂન્યરૂપ જેવું છે.”
ભાવાર્થ :- “જે અર્થક્રિયારૂપ હોય તેને જ પરમાર્થ વસ્તુ કહી છે, પણ જે અર્થક્રિયારૂપ નથી તે તો આકાશના ફૂલની માફ્ટ શૂન્યરૂપ છે.” અર્થાત્ જે પોતાના કાર્યસહિતની વસ્તુ છે, તેનો જે ટકતો ભાવ છે, તે જ ધ્રુવભાવ અથવા અપરિણામી ભાવ છે અને તે વસ્તુનું જે કાર્ય છે અર્થાત્ તેનો જે વર્તમાન ભાવ અથવા તેની જે વર્તમાન અવસ્થા છે, તેને જ તેનો પરિણમતો ભાવ કહેવાય છે, તેને જ ઉત્પાદ-વ્યય કહેવાય છે. તે એવી રીતે કે જૂના પર્યાયનો ક્ષય અને નવા પર્યાયનો ઉત્પાદ. આ ઉત્પાદ-વ્યય પણ કોઈ નવી વસ્તુના ઉત્પાદ-વ્યયરૂપ નથી, તે તો માત્ર એક વસ્તુના (દ્રવ્યના) એક સમય પહેલાંના રૂપનો વ્યય અને વર્તમાન સમયના રૂપનો ઉત્પાદ જ છે અર્થાત્ એક અભેદ-અખંડ-અભિન્ન વસ્તુનું સમય અપેક્ષાએ કાર્ય (પરિણમન) તે જ તેનો ઉત્પાદ-વ્યયરૂપ પર્યાય કહેવાય છે.
ત્યાં કોઈ વાસ્તવિક ઉત્પાદ-વ્યય અથવા આવવું-જવું નથી, પરંતુ વસ્તુ નિત્ય પરિણમતી રહે છે અર્થાત્ અનુસ્મૃતિથી રચાયેલ પર્યાયોનો સમૂહ તે જ વસ્તુ અને તેમાં સમય અપેક્ષાએ ઉત્પાદ-વ્યય કહેવાય છે અર્થાત્ તે જ વસ્તુને વર્તમાનથી જોતાં તેને તે દ્રવ્યની વર્તમાન અવસ્થા-પર્યાય કહેવાય છે અર્થાત્ વસ્તુમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ એવા વાસ્તવિક ભેદ ન હોવા છતાં, માત્ર વ્યવહારથી જ ભેદનયની અપેક્ષાએ તેમ કહેવાય છે, તેનું ફળ માત્ર વસ્તુનું સ્વરૂપ સમજવા પૂરતું જ છે, નહીં કે ભેદમાં જ અટવાઈ પડવા માટે; કારણ કે ભેદમાં જ અટકતાં વસ્તુનું અભેદ સ્વરૂપ નહીં પકડાય કે જે સ્વાત્માનુભૂતિ માટે કાર્યકારી છે. હવે અમે આગળ ભેદાભેદ સ્વરૂપ કઈ અપેક્ષાએ પ્રાપ્ત થાય તેની યથાર્થ વિધિ સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ.
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૨
સમ્યગ્દર્શનની રીત
દૃષ્ટિભેદે ભેદ
અનેક લોકો સંસારી જીવને એકાંતે અશુદ્ધ માને છે, એમને પર્યાયદષ્ટિ જીવ કહેવાય છે, અને એવા લોકો ચોથા ગુણસ્થાનકે શુદ્ધાત્માના અનુભવની વાત પણ માનતા નથી. સાંસારિક જીવ શુદ્ઘનય/ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ પરમ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે આ વાત અનેક શાસ્ત્રોમાં જણાવેલ છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સમયે જે શુદ્ધાત્માનો અનુભવ થાય છે, તે આ ત્રિકાળ શુદ્ધાત્માનો અનુભવ થાય છે, નહીં કે આત્માના મધ્યના આઠ રૂચક પ્રદેશોનો. આ શુદ્ધાત્માને કારણ પરમાત્મા અથવા કારણ સમયસાર પણ કહેવાય છે. આ કારણ પરમાત્મા ત્રિકાળ શુદ્ધ છે, જેના બળે/અનુભવથી જ કાર્ય પરમાત્માપણું પ્રાપ્ત થાય છે. આ વાત અમે આગળ વિસ્તારથી સમજાવશું. તેને યથાયોગ્ય સમજીને પહેલા તેનો નિર્ણય કરવો, ભાવભાસન કરવું અને પછી તેનો જ અનુભવ પોતાની યોગ્યતા અનુસાર થાય છે. વસ્તુમાં સર્વ ભેદો દષ્ટિ અપેક્ષાએ છે નહિ કે વાસ્તવિક, જેમ કે, પ્રમાણદષ્ટિએ જોતાં વસ્તુ દ્રવ્યપર્યાયમય છે અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ જ છે, જ્યારે તે જ વસ્તુને પર્યાયદષ્ટિથી જોવામાં આવે અર્થાત્ તેને માત્ર તેના વર્તમાન કાર્યથી, તેની વર્તમાન અવસ્થાથી જ જોવામાં આવે, તો તે વસ્તુ માત્ર તેટલી જ છે અર્થાત્ પૂર્ણદ્રવ્ય તે વખતે માત્ર વર્તમાન અવસ્થારૂપ જ જણાય છે અર્થાત્ તે વર્તમાન અવસ્થામાં જ પૂર્ણ દ્રવ્ય છુપાયેલ છે કે જે ભાવ સમયસાર ગાથા ૧૩માં દર્શાવવામાં આવેલ છે અર્થાત્ વર્તમાન ત્રિકાળીનું જ બનેલ છે. જેમ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૨૬૯માં જણાવેલ છે કે, ‘‘જે નય વસ્તુને તેના વિશેષ રૂપથી (પર્યાયથી) અવિનાભૂત (અર્થાત્ પર્યાયરહિત દ્રવ્ય નહિ પરંતુ પર્યાયસહિત દ્રવ્યને અર્થાત્) સામાન્ય રૂપને નાના પ્રકારની યુક્તિના બળથી (અર્થાત્ પર્યાયને ગૌણ કરીને દ્રવ્યને) સાધે તે દ્રવ્યાર્થિકનય (દ્રવ્યદૃષ્ટિ) છે.’’
'
ભાવાર્થ :- ‘વસ્તુનું સ્વરૂપ સામાન્ય-વિશેષાત્મક છે. વિશેષ વિના સામાન્ય હોતું નથી.......'' અને ગાથા ૨૭૦માં પણ જણાવેલ છે કે, “જે નય અનેક પ્રકારે સામાન્યસહિત સર્વ વિશેષને તેના સાધનનું જે લિંગ (ચિહ્ન) તેના વશથી સાધે તે પર્યાયાર્થિકનય (પર્યાયદષ્ટિ) છે.’’
..
ભાવાર્થ :- ‘‘સામાન્ય (દ્રવ્ય) સહિત તેના વિશેષોને (પર્યાયોને) હેતુપૂર્વક સાધે (અર્થાત્ દ્રવ્યને
Page #28
--------------------------------------------------------------------------
________________
દષ્ટિભેદે ભેદ
૨૩
ગૌણ કરીને પર્યાયને ગ્રહણ કરે) તે પર્યાયાર્થિનય (પર્યાયદષ્ટિ) છે......” અર્થાત્ પૂર્ણ દ્રવ્ય જ્યારે માત્ર વર્તમાન અવસ્થારૂપ - પર્યાયરૂપ જ જણાય છે તેને જ પર્યાયદષ્ટિ કહેવાય છે અને તે વખતે તે વર્તમાન પર્યાયમાં જ પૂર્ણ દ્રવ્ય છુપાયેલ છે.
આથી જે એમ કહેવામાં આવે કે વર્તમાન પર્યાયનો સમ્યગ્દર્શનના વિષયમાં સમાવેશ નથી, તો ત્યાં સમજવું પડશે કે કોઈ પણ દ્રવ્યનો વર્તમાન પર્યાયનો લોપ થતાં જ પૂર્ણ દ્રવ્યનો જ લોપ થઈ જશે, ત્યાં વસ્તુનો જ અભાવ થઈ જશે, માટે દષ્ટિના વિષયમાં (સમ્યગ્દર્શનના વિષયમાં) વર્તમાન પર્યાયનો અભાવ ન કરતાં, માત્ર તેમાં રહેલ અશુદ્ધિને (વિભાવભાવને) ગૌણ કરવામાં આવે છે; જે અમે આગળ ઉપર જણાવીશું - સમજાવીશું.
તે જ પૂર્ણ વસ્તુને જે દ્રવ્યદષ્ટિથી જોવામાં આવે તો તે સંપૂર્ણ વસ્તુ માત્ર દ્રવ્યરૂપ જ - ધૃવરૂપ જ - અપરિણામરૂપ જ જણાય છે, ત્યાં પર્યાય જણાતો જ નથી; કારણ કે ત્યારે પર્યાય તે દ્રવ્યમાં અંતર્ભત થઈ જાય છે અર્થાત્ પર્યાય ગૌણ થઈ જાય છે અને પૂર્ણ વસ્તુ ધ્રુવરૂપ-દ્રવ્યરૂપ જ જણાય છે, તેથી જ દ્રવ્યદષ્ટિ કાર્યકારી છે જે વાત અમે આગળ વિસ્તારથી જણાવીશું.
અત્રે જણાવ્યા અનુસાર દ્રવ્ય-ગુણ-પર્યાય અને ઉત્પાદ-વ્યય-ધૂવરૂપ વસ્તુવ્યવસ્થા સમ્યક રૂપે ન સમજાઈ હોય અથવા તો વિપરીત રૂપે ધારણા થઈ હોય, તો સૌપ્રથમ તેને સમ્યક રૂપે સમજી લેવી અત્યંત આવશ્યક છે; કારણ કે તેના વિના સમ્યગ્દર્શનનો વિષય સમજાવો અશક્ય જ છે, તેથી હવે આપણે આ જ ભાવો શાસ્ત્રના આધારે પણ દઢ કરીશું.
Page #29
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
ગાથા ૬૭ : અન્વયાર્થ :- “. જેમ પરિણમનશીલ આત્મા જો કે જ્ઞાનગુણપણાથી અવસ્થિત છે તો પણ જ્ઞાનગુણના તરતમરૂપ પોતાની અપેક્ષાએ અનવસ્થિત છે.”
અર્થાત્ આત્મા (દ્રવ્ય) પરિણમનશીલ છે અને છતાં તેને ટકતા ભાવથી = જ્ઞાનગુણથી = જ્ઞાયકભાવથી જોવામાં આવે, તો તે તેવો ને તેવો જ જણાય છે અર્થાત્ અવસ્થિત છે, અને જો જ્ઞાનગુણની જ તરતમતારૂપ અવસ્થાથી અર્થાત્ વિકલ્પરૂપ = શેયરૂપ અવસ્થાથી જોવામાં આવે, તો તે તેવો ને તેવો રહેતો નથી અર્થાત્ અનવસ્થિત જણાય છે. આ જ અનુક્રમે દ્રવ્યદષ્ટિ અને પર્યાયદષ્ટિ છે.
ગાથા ૬૮-૬૯ : અન્વયાર્થ :- “જે ઉપરના કથન અનુસાર ગુણ-ગુણાંશની (ગુણ-પર્યાયની) કલ્પના ન માનવામાં આવે, તો દ્રવ્ય ગુણાંશની પેઠે નિરંશ થઈ જાત અથવા તે દ્રવ્ય કુટસ્થની માફક નિત્ય થઈ જાત, પરિણમનશીલ બિલકુલ ન હોત અથવા ક્ષણિક થઈ જાત અથવા જો તમારો આવો અભિપ્રાય હોય કે, અનંત અવિભાગી ગુણાંશોનું માનવું તો ઠીક છે, પરંતુ એ બધા નિરંશ અંશોનું પરિણમન સમાંશ અર્થાત્ એકસરખું હોવું જોઈએ પણ તરતમરૂપ (તીવ્ર-મંદરૂપ) ન હોવું જોઈએ.”
ભાવાર્થ :- “ટ્રવ્યાર્થિકનયથી વસ્તુ અવસ્થિત છે તથા પર્યાયાર્થિકનયથી વસ્તુ અનવસ્થિત છે એ પ્રકારની (વસ્તુમાં) પ્રતીતિ હોવાના કારણથી ગુણ-ગુણાંશ કલ્પના સાર્થક છે એવું પહેલાં સિદ્ધ કર્યું છે. હવે એ જ (વસ્તુસ્વરૂપને) દઢ કરવા માટે વ્યતિરેકરૂપથી ઉહાપોહ કરવામાં આવે છે કે, જો ગુણ-ગુણાંશ કલ્પના માનવામાં ન આવે તો દ્રવ્યના સ્વરૂપમાં ચાર અનિષ્ટ પક્ષો ઉત્પન્ન થવાનો પ્રસંગ આવશે, અને તે આ પ્રમાણે :- (૧) એક ગુણાંશની માફ્ટ દ્રવ્યને નિરંશ માનવું પડશે. (૨) દ્રવ્યમાં માત્ર ગુણોનો જ સદ્ભાવ માનવાથી કીલકની માફક તેને કુટસ્થ એટલે અપરિણામી માનવું પડશે. (૩) ગુણો સિવાય માત્ર ગુણાંશકલ્પના જ માનતાં તેને (દ્રવ્યને) ક્ષણિક માનવું પડશે. (૪) ગુણોના અનંત અંશો માનવા છતાં પણ તેનું સમાન પરિણમન માનવું પડશે પણ તરતમ અંશરૂપ નહિ મનાય.”
ગાથા ૭૦ : અન્વયાર્થ :- “ઉપરના ચારેય પક્ષ પણ દોષયુક્ત છે. કારણ કે તે પ્રત્યક્ષ રૂપથી બાધિત છે, અને એ પ્રત્યક્ષબાધિત એટલા માટે છે કે, એ પક્ષોને સિદ્ધ કરવાવાળું કોઈ પ્રમાણ નથી તથા
Page #30
--------------------------------------------------------------------------
________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
| ૨૫
૨૫
તેના સાધક પ્રમાણનો અભાવ એટલા માટે છે કે એ પક્ષોની સિદ્ધિને માટે આ લોકમાં કોઈ દષ્ટાંત પણ મળી શક્યું નથી.”
અર્થાત્ દ્રવ્યને પરિણામી સિદ્ધ કર્યું અને છતાં તેને ટકતા ભાવની અપેક્ષાએ અપરિણામી પણ કહેવાય, પરંતુ એકાંતે નહિ; કારણ કે જૈન સિદ્ધાંતમાં અનેકાંતનો જ જય થાય છે, નહિ કે એકાંતનો.
ગાથા ૮૩-૮૪ : અન્વયાર્થ :- “જેમ આંબાના ફળમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ – એ ચારે પુદ્ગલ દ્રવ્યના ગુણો પોતપોતાના લક્ષણથી ભિન્ન છે તથા નિશ્ચયથી તે બધા અખંડ દેશી (દ્રવ્ય) હોવાથી કોઈ પણ પ્રકારે જુદા પણ કરી શકાતા નથી. એટલા માટે જેમ વિશેષરૂપ હોવાના કારણથી પર્યાયદષ્ટિએ (ભેદવિવક્ષાએ) દેશ, દેશાંશ, ગુણ અને ગુણાંશરૂપ સ્વચતુષ્ટય કહી શકાય છે તેમજ સામાન્ય રૂપની અપેક્ષાએ અર્થાત્ દ્રવ્યાર્થિક દષ્ટિએ (અભેદ વિવક્ષાએ) એ જ બધા એક આલાપથી એક અખંડ દ્રવ્ય કહી શકાય છે.” અર્થાત્ જે વિશેષ અપેક્ષાએ પર્યાય છે તે જ સામાન્ય અપેક્ષાએ દ્રવ્ય છે, જેમ કે ઉપાદાન પોતે જ કાર્યરૂપે પરિણમે છે એ વાત તો સર્વવિદિત છે. તેમાં ઉપાદાન તે જ દ્રવ્ય છે અને કાર્ય છે તે પર્યાય છે, તેથી એ વાત સિદ્ધ થાય છે કે દ્રવ્ય જ પોતે દ્રવે છે અર્થાત્ પરિણમે છે અને દ્રવ્ય જ પોતે વર્તમાન અવસ્થાની અપેક્ષાએ પર્યાય કહેવાય છે.
જેમ કે માટીનો પિંડ નષ્ટ થઈને માટીના ઘડારૂપ બનવાથી માટીરૂપી દ્રવ્યના એક પર્યાયનો નાશ થયો અને નવા પર્યાયનો ઉત્પાદ થયો; પરંતુ બન્નેમાં માટી– (માટીપણું) તો કાયમ જ રહ્યું, નિત્ય જ રહ્યું, તે અપેક્ષાએ કુટસ્થ રહ્યું - અપરિણામી રહ્યું. તે એ રીતે કે માટીરૂપદ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યરૂપે નથી પરિણમી જતું તેથી તેને તે અપેક્ષાએ પણ કુટસ્થ અથવા અપરિણામી કહી શકાય, અને બીજું તે પિંડ અને ઘડામાં માટીપણું એવું ને એવું જ રહે છે. તે અપેક્ષાએ પણ તેને કથંચિત્ કુટસ્થ અથવા કથંચિત્ અપરિણામી કહી શકાય. અન્યથા એકાંતે અપરિણામી કહેતાં તો ત્યાં એક ભાગ અપરિણામી અને એક ભાગમાં પરિણામ એવું કલ્પતા તો દ્રવ્યનો જ નાશ થઈ જાય, અને તે દ્રવ્ય દ્રવે પણ નહીં તેથી તેનું કોઈ જ કાર્ય ન માનતાં દ્રવ્યપણાનો જ નાશ થઈ જાય. આ રીતે ઉપાદાનથી કાર્યને ભિન્ન માનતાં આકાશકુસુમવત્ દ્રવ્યનું જ અસ્તિત્વ નહીં રહે અને તેના કાર્યનું પણ અસ્તિત્વ નહિ રહે.
માટે આ જ રીતે સમજવું કે ઉપાદાન પોતે જ કાર્યરૂપે પરિણમેલ છે અને તેથી તે પરિણામમાં પૂર્ણ ઉપાદાન હાજર જ છે અર્થાત્ પરિણામ (કાર્ય) પોતે ઉપાદાનનું જ બનેલ છે અર્થાત્ જે પર્યાય છે તે દ્રવ્યનો જ બનેલ છે, કારણ કે તે દ્રવ્યનું જ વર્તમાન છે. તેથી જ તેને દ્રવ્યદષ્ટિથી જોતાં ત્યાં માત્ર દ્રવ્ય જ જણાય છે – ત્રિકાળી ધ્રુવ જ જણાય છે, ત્યાં તેની વર્તમાન અવસ્થા (પર્યાય) ગૌણ થઈ જાય છે અને તેને જ દ્રવ્યદષ્ટિ કહેવાય છે. જ્યારે પર્યાયદષ્ટિમાં, તે જ દ્રવ્યને તેની વર્તમાન અવસ્થાથી અર્થાત્ પર્યાયથી જ જોવામાં આવતાં દ્રવ્ય ગૌણ થઈ જાય છે, દ્રવ્ય જણાતું જ નથી, પૂર્ણ દ્રવ્ય માત્ર પર્યાયરૂપ
Page #31
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
જ ભાસે છે. આવી જ મુખ્ય ગૌણની વ્યવસ્થા છે. આ સિવાય બીજી કોઈ અભાવની વ્યવસ્થા નથી જ, કારણ કે અખંડ-અભેદ દ્રવ્યમાં કોઈ પણ અંશનો અભાવ ઈચ્છતા પૂર્ણ દ્રવ્યનો જ અભાવ થઈ જાય છે - લોપ થઈ જાય છે, તેથી અભાવ એટલે મુખ્ય-ગૌણ, અન્યથા નહિ.
ગાથા ૮૯ : અન્વયાર્થ:- “જેમ વસ્તુ સ્વતઃસિદ્ધ છે તે જ પ્રમાણે એ સ્વત: પરિણમનશીલ પણ છે, એટલા માટે અહીં એ સત્ નિયમથી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યસ્વરૂપ છે.”
ભાવાર્થ : “જૈનદર્શનમાં જેમ વસ્તુનો સદ્ભાવ સ્વતઃસિદ્ધ માન્યો છે (અર્થાત્ તે વસ્તુનો ક્યારેય નાશ થતો નથી અને તે અપેક્ષાએ તે ધ્રુવ છે – નિત્ય છે) તેમ જ તેને પરિણમનશીલ પણ માન્યો છે (અર્થાત્ દ્રવ્ય પોતે જ પર્યાયરૂપે પરિણમે છે), માટે સત્ પોતે જ નિયમથી ઉત્પાદસ્થિતિભંગમય છે (અર્થાત્ માટી પોતે જ પિંડપણું છોડીને ઘડારૂપ થાય છે). અર્થાત્ સત્ સ્વતઃસિદ્ધ હોવાથી ધ્રૌવ્યમય અને પરિણમનશીલ હોવાથી ઉત્પાદ-વ્યયમય છે. એ પ્રમાણે પ્રત્યેક વસ્તુ ત્રિતયાત્મક (ઉત્પાદ-વ્યયધ્રૌવ્યમય) છે.”
અર્થાત્ કોઈ એમ કહે કે જો દ્રવ્યને જ પરિણામરૂપ માનવામાં આવે તો પરિણામના નાશે દ્રવ્યનો પણ નાશ થઈ જશે, તો તેવું નથી, કારણ કે ઉત્પાદ-વ્યય તે દ્રવ્યનો નથી પરંતુ દ્રવ્યની અવસ્થાનો છે અર્થાત્ તે દ્રવ્ય જ પોતે પિંડપણું છોડીને ઘડાપણું ધારણ કરે છે અને ત્યાં પિંડનો વ્યય અને ઘડાનો ઉત્પાદ કહેવાય છે; પણ તે બન્નેમાં રહેલ માટીપણાનો નાશ કોઈ કાળે થતો નથી અને તેથી જ તેને ત્રિકાળી ધ્રુવ અથવા અપરિણામી કહેવાય છે, નહિ કે અન્ય કોઈ રીતે.
ગાથા ૯૦: અન્વયાર્થ:- “પરંતુ એ સત્ પણ પરિણામ વિના ઉત્પાદ, સ્થિતિ, ભંગરૂપ થઈ શકતું નથી; કારણ કે એમ માનતાં જગતમાં અસત્નો જન્મ (આકાશના ફૂલનો જન્મ) અને સત્નો વિનાશ (ઝાડ પરના ફૂલનો વિનાશ) દુર્નિવાર થઈ જશે.”
ભાવાર્થ :- “સત્ કેવળ સ્વત:સિદ્ધ અને પરિણમનશીલ હોવાના કારણથી જ ઉત્પાદ, સ્થિતિ તથા ભંગમય માનવામાં આવ્યું છે, અર્થાત્ એ ત્રણે અવસ્થાઓ છે; કારણ કે પ્રતિસમય સત્ની અવસ્થાઓમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય થયા કરે છે પણ કેવલ સમાં નહિ, તેથી (ભેદન) ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યને સત્ના પરિણામ કહેવામાં આવે છે. એમ ન માનતાં સત્માં જ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય માનવામાં આવે તો અસત્ની ઉત્પત્તિ તથા સન્ના વિનાશનો દુર્નિવાર (નિવારી ન શકાય એવો) પ્રસંગ આવશે.”
ગાથા ૯૧ : અન્વયાર્થ:- “એટલા માટે નિશ્ચયથી દ્રવ્ય કથંચિત્ કોઈ અવસ્થારૂપથી ઉત્પન્ન થાય છે તથા કોઈ અન્ય અવસ્થાથી નષ્ટ થાય છે, પરંતુ પરમાર્થપણે (દ્રવ્યાર્થિકન) નિશ્ચયથી એ બંને જ નથી અર્થાત્ દ્રવ્ય ન તો ઉત્પન્ન થાય છે તથા ન નષ્ટ થાય છે.”
Page #32
--------------------------------------------------------------------------
________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
અર્થાત્ દ્રવ્યદષ્ટિથી તો તે નિત્ય ત્રિકાળી-ધૂવરૂપે જ જણાય છે, તેમાં કોઈ ઉત્પાદ-વ્યય જણાતા જ નથી; કારણ કે તેના ઉપર દષ્ટિ જ નથી. દષ્ટિ કેવળ ત્રિકાળી-ધ્રુવ દ્રવ્ય પર જ છે તેથી ઉત્પાદ, વ્યય ગૌણ થઈ જાય છે અને નિત્યત્વ મુખ્ય થઈ જાય છે. આ જ રીત છે પર્યાયના અભાવની.
ભાવાર્થ :- “તેથી દ્રવ્ય, પર્યાયાર્થિકનયની અપેક્ષાએ નવીન નવીન અવસ્થારૂપથી ઉત્પન્ન તથા પૂર્વ પૂર્વ અવસ્થાઓથી નષ્ટ કહેવામાં આવે છે; પરંતુ દ્રવ્યાર્થિકનયથી દ્રવ્ય ન તો નષ્ટ થાય છે, ન ઉત્પન્ન થાય છે.” આ ભાવને અપેક્ષાએ ધ્રુવભાવ, અપરિણામી ભાવ પણ કહી શકાય છે, પરંતુ એકાંતે નહીં.
ગાથા ૧૦૮ : અન્વયાર્થ:- “જૈનનો આ સિદ્ધાંત છે કે જેમ દ્રવ્ય નિત્ય-અનિત્યાત્મક છે તે જ પ્રમાણે ગુણ પણ પોતાના દ્રવ્યથી અભિન્ન હોવાના કારણે નિત્ય-અનિત્યાત્મક છે એમ સમજવું.”
ભાવાર્થ :- “.દ્રવ્યદષ્ટિએ તે ગુણો પરસ્પરમાં તથા દ્રવ્યથી અભિન્ન જ છે....”
ગાથા ૧૧૦ : અન્વયાર્થ :- “જેમ જ્ઞાન, ઘટના આકારથી પટના આકારરૂપ થવાના કારણે પરિણમનશીલ છે, તો શું તેનું જ્ઞાનપણું નષ્ટ થઈ જાય છે? જે તે જ્ઞાનત્વ નષ્ટ થતું નથી, તો તે અપેક્ષાએ નિત્ય કેમ સિદ્ધ નહિ થાય ? અર્થાત્ અવશ્ય જ (નિત્ય સિદ્ધ) થશે.”
અત્રે સમજવાનું એ છે કે કોઈ એમ કહે કે જ્ઞાનગુણ તો અકબંધ-કુટસ્થ-અપરિણામી રહે છે અને તેમાંથી જ્ઞાનનો પર્યાય નીકળે છે, તો એવી માન્યતાથી તો જ્ઞાનગુણનો જ અભાવ થઈ જશે; કારણ કે જ્ઞાનગુણ પરિણમનશીલ છે, અર્થાત્ જ્ઞાનગુણ પોતે કોઈ ને કોઈ કાર્ય વગર રહેતો જ નથી, તે જ્ઞાનગુણ પોતે જ તે કાર્યરૂપે પરિણમે છે, અર્થાત્ સ્વપરને જાણવારૂપે પરિણમે છે અને તે સ્વપરરૂપ પ્રતિબિંબને ગૌણ કરતાં જ સામાન્યપણાથી જ્ઞાનગુણ એવો ને એવો જ જણાય છે. તેથી કહેવાય છે કે તે જ્ઞાનપણાનું ઉલ્લંઘન કરતો જ નથી, તે અપેક્ષાએ તેને કુટસ્થ અથવા અપરિણામી કહી શકાય, અન્યથા નહિ.
ભાવાર્થ :- “ઘટને છોડીને પટને અને પટને છોડીને અન્ય પદાર્થને જાણતી વેળા જ્ઞાન પર્યાયાર્થિકનયથી અન્યરૂપ કહેવાતાં છતાં પણ તેનું જ્ઞાનપણું ઉલ્લંઘન કરતું નથી, પરંતુ સામાન્યપણાથી (અર્થાત્ તે પ્રતિબિંબને ગૌણ કરતાં જે ભાવ રહે તેને જ તેનું સામાન્ય કહેવાય છે અર્થાત્ વિશેષ સામાન્યનું જ બનેલ હોય છે અર્થાત્ પર્યાયરૂપ વિશેષ દ્રવ્યરૂપ સામાન્યનું જ બનેલ હોય છે અર્થાત્ વિશેષને = પર્યાયને ગૌણ કરતાં જ સામાન્ય = દ્રવ્યની અનુભૂતિ થાય છે) નિરંતર ""$VXodoX$'' - તે જ આ છે. અર્થાત્ આ તે જ જ્ઞાન છે કે જેની પહેલાં તે પર્યાય હતો અને હાલ આ પર્યાય છે (અર્થાત્ જ્ઞાન જ = જ્ઞાનગુણ જ તે પર્યાયરૂપ પરિણમેલ છે) એવી પ્રતીતિ થાય છે, માટે જ્ઞાન–સામાન્યની અપેક્ષાએ જ્ઞાન નિત્ય છે.” જેમ કે –
ગાથા ૧૧૧ : અન્વયાર્થ :- “તેનું ઉદાહરણ આ છે કે, જેમ નિશ્ચયથી આમ્રફળમાં રૂપ નામનો ગુણ પરિણમન કરતો કરતો હરિતમાંથી પીળો થઈ જાય છે, તો શું એટલામાં તેના વર્ણપણાનો નાશ થઈ
Page #33
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
જાય છે ? અર્થાત્ નથી થતો. એટલા માટે તે વર્ણપણું નિત્ય છે.” આવો છે જૈન સિદ્ધાંતનો ત્રિકાળી ધ્રુવ.
ભાવાર્થ :- “ સામાન્યપણે તો વર્ણપણું તો તેનું તે જ છે, એ (વર્ણસામાન્યપણું) કાંઈ નષ્ટ થઈ ગયું નથી, એટલા માટે વર્ણસામાન્યની અપેક્ષાએ તે વર્ણગુણ નિત્ય જ છે.” આ રીતે સામાન્યની અપેક્ષાએ તેને કુટસ્થ અથવા અપરિણામી કહી શકાય, અન્યથા નહિ, અન્યથા માનતાં જૈન સિદ્ધાંતની વિરુદ્ધ અર્થાત્ અન્યમતી મિથ્યાત્વરૂપ પરિણમી જશે કે જે અનંત સંસારનું કારણ બનશે.
ગાથા ૧૧૨ : અન્વયાર્થ :- “જેમ વસ્તુ (દ્રવ્ય) પરિણમનશીલ છે તે જ પ્રમાણે ગુણો પણ પરિણમનશીલ છે (અન્યથા માનતાં મિથ્યાત્વનો ઉદય સમજવો), એટલા માટે નિશ્ચયથી ગુણોના પણ ઉત્પાદ-વ્યય બંને થાય છે.”
ભાવાર્થ :- “તેથી જેમ દ્રવ્ય પરિણામી છે, તેમ દ્રવ્યથી અભિન્ન રહેવાવાળા ગુણો પણ પરિણામી છે, અને તે પરિણામી હોવાથી તેમાં પ્રતિસમય ઉત્પાદ-વ્યય (કોઈ ને કોઈ કાર્ય) પણ થયા જ કરે છે, અને એ યુક્તિથી ગુણોમાં ઉત્પાદ-વ્યય હોવાથી તેને અનિત્ય પણ કહેવામાં આવે છે, સારાંશ કે, ”
ગાથા ૧૧૩ : અન્વયાર્થ :- “એટલા માટે જેમ જ્ઞાન નામનો ગુણ સામાન્ય રૂપથી નિત્ય છે તથા એ જ પ્રમાણે ઘટને છોડીને પટને જાણતાં જ્ઞાન નષ્ટ અને ઉત્પન્નરૂપ પણ છે અર્થાત્ અનિત્ય પણ છે.''
અર્થાત્ સમજવાનું એ છે કે જે ઉપાદાન છે અર્થાત્ જે દ્રવ્ય અથવા ગુણ છે તે સ્વયં જ કાર્યરૂપે પરિણમે છે અને તે કાર્ય અપેક્ષાએ તે અનિત્ય છે અને ઉપાદાન અપેક્ષાએ નિત્ય છે – આવું સ્વરૂપ છે નિત્ય-અનિત્યનું, અન્યથા નહિ. જે કોઈ આ સ્વરૂપથી વિપરીત ધારણા સહિત પોતાને સમ્યગ્દષ્ટિ માનતાં હોય અથવા મનાવતા હોય તો તેઓને નિયમથી ભ્રમમાં જ સમજવાં; કારણ કે, ભ્રમની પણ શાંતિ અને આનંદ વેદાય છે, તેથી તેવા જીવોને જે અનંત સંસારથી બચવું હોય તો અમારી વિનંતિ છે કે આપ આપની ધારણા સમ્યગ્ન કરી લો. અને જે કોઈ સંસારી જીવને એકાંતે અશુદ્ધ માનીને પોતાને સમ્યગ્દર્શન માને અથવા મનાવે-સમજે તો તે પણ ભ્રમમાં છે. તે માન્યતા પણ એકાંત છે, કેમ કે સંસારી જીવ પર્યાયાર્થિક નયથી અશુદ્ધ અવશ્ય છે, પણ તે જ સંસારી જીવ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ પરમ શુદ્ધ છે – ત્રિકાળ શુદ્ધ છે. આવું છે વસ્તુસ્વરૂપ જિનશાસનનું, જે એકાંત નયોથી પરાભૂત નથી થતું. દ્રવ્યાર્થિક નયથી કોઈ પણ આત્મામાં રાગાદિનું અસ્તિત્વ જ નથી, પરંતુ પર્યાયાર્થિક નયથી અજ્ઞાની આત્મા નિયમથી રાગાદિરૂપ પરિણમે છે; આવું છે જિનશાસનનું અનેકાંત અને જેને આ અનેકાંતમય સ્વરૂપ યથાર્થરૂપથી સમજમાં નથી આવતું, તેઓએ પોતાને જિનશાસનની બહાર જ સમજવા જોઈએ.
ભાવાર્થ :- “જે સમયે જ્ઞાન ઘટને છોડીને પટને વિષય કરવા લાગે છે, તે સમયે પર્યાયાર્થિક દષ્ટિએ ઘટજ્ઞાનનો વ્યય અને પટજ્ઞાનનો ઉત્પાદ થવાથી જ્ઞાનને અનિત્ય કહેવામાં આવે છે તથા એ જ સમયે પર્યાયાર્થિક નયની ગૌણતા અને દ્રવ્યાયાર્થિક નયની મુખ્યતાએ (સમજવાનું એ છે કે જૈન સિદ્ધાંતની
Page #34
--------------------------------------------------------------------------
________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
તમામ વાતો મુખ્ય-ગૌણ અપેક્ષાએ જ હોય છે, એકાંતે નહિ. તેથી જેઓ એકાંતના આગ્રહી છે તેઓ ઉપર જણાવ્યા અનુસાર નિયમથી મિથ્યાત્વી છે, અનંત સંસારી છે, તેથી તેવી ધારણા હોય તો મહેરબાની કરીને, પોતા ઉપર દયા આણીને ત્વરાએ પોતાની ધારણા ઠીક કરી લેવી અત્યંત આવશ્યક છે) જોતાં ઘટજ્ઞાન અને પટજ્ઞાનરૂપ બંને અવસ્થાઓમાં જ્ઞાનપણું સામાન્ય હોવાથી (અર્થાત્ તે અવસ્થાઓ જ્ઞાનગુણની જ બનેલ છે, તેથી તે અવસ્થાઓને ગૌણ કરતાં જ અર્થાત્ જ્ઞેયાકારોને ગૌણ કરતાં જ ત્યાં જ્ઞાનગુણ સાક્ષાત્ હાજર જ છે. તેવી જ રીતે દ્રવ્યમાં પણ અવસ્થાઓને ગૌણ કરતાં જ સાક્ષાત્ દ્રવ્ય હાજર જ છે – પૂર્ણ દ્રવ્ય અવસ્થાઓ રૂપે જ વ્યક્ત થાય છે. અને જે સામાન્ય રૂપે દ્રવ્ય છે તેને જ અવ્યક્ત કહેવાય છે અને તેથી તે વ્યક્ત, અવ્યક્તનું જ બનેલું છે) જ્ઞાનને ધ્રૌવ્ય અર્થાત્ નિત્ય (આવો છે જૈન સિદ્ધાંતનો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા) પણ કહેવામાં આવે છે (આવું છે જૈન સિદ્ધાંતનો ત્રિકાળી ધ્રુવ-કુટસ્થ-અપરિણામી, અન્યથા નહિ). એટલા માટે અપેક્ષાવાદથી જ્ઞાનગુણ કથંચિત્ નિત્યઅનિત્યાત્મક સિદ્ધ થાય છે, પણ એકાંતવાદથી નહિ.’’ અર્થાત્ જેઓને એકાંતનો જ આગ્રહ છે તેઓએ પોતા ઉપર દયા આણી ત્વરાએ તે એકાંતનો આગ્રહ - પક્ષ છોડી, યથાર્થ ધારણા કરી લેવી અત્યંત આવશ્યક છે. આ જ વાત આગળ વધુ દૃઢ થાય છે. જેમ કે –
-
ગાથા ૧૧૭ : અન્વયાર્થ :- “ગુણો નિત્ય છે તો પણ તે નિશ્ચયથી પોતાના સ્વભાવથી જ પ્રત્યેક સમયે પરિણમન કરતાં રહે છે, અને તે પરિણમન પણ એ ગુણોની જ અવસ્થા છે, પણ ગુણોની સત્તાથી તેની સત્તા (સત્) કાંઈ ભિન્ન નથી.’’
તેથી એક સત્તાના બે, ત્રણ, ચાર... સત્ માનવાવાળા જો અપેક્ષાએ સમજે તો વાંધો નથી, પરંતુ સત્ અર્થાત્ સત્તા એક દ્રવ્યની વાસ્તવિક (ખરેખર) અભેદ-અખંડ એક જ હોય છે. ભેદ અપેક્ષાએ એક સત્તાના બે, ત્રણ, ચાર... સત્ કહેવાય, પરંતુ તેમ એકાંતે મનાય નહિ.
૨૯
ભાવાર્થ :- ‘‘ગુણોની પ્રતિસમય થવાવાળી અવસ્થાનું નામ જ પર્યાય છે. પર્યાયોની સત્તા (સત્) કંઈ ગુણોથી ભિન્ન નથી માટે દ્રવ્યની માફક એ ગુણો પણ ગુણની દૃષ્ટિએ નિત્ય તથા પોતાની પર્યાયરૂપ અવસ્થાઓથી ઉત્પન્ન તથા નષ્ટ થવાના કારણથી અનિત્ય કહેવામાં આવે છે...’’
એટલે સમજવાનું એ છે કે જો કોઈ દ્રવ્ય અને પર્યાયના પ્રદેશ ભિન્ન માનતાં હોય તો તેના ભાવની અપેક્ષાએ કહી શકાય, પરંતુ વાસ્તવિક પ્રદેશ ભેદ નથી. તેથી એવી એકાંત ધારણા જીવને મિથ્યાદષ્ટિ બનાવે છે. તેથી વિધાન કોઈ પણ હોય તો તેની અપેક્ષા સમજીને બોલવું અથવા માનવું, એકાંતે નહિ, અન્યથા આવી વાતો અનેક લોકોના અધઃપતનનું કારણ બને છે; તેથી આવા એકાંત પ્રરૂપણાના આગ્રહી મિથ્યાદષ્ટિઓથી દૂર જ રહેવું આવશ્યક છે, અન્યથા આપ પોતે પણ અનંત સંસારી મિથ્યાદષ્ટિરૂપ અનંત દુઃખોનું ઘર બનશો.
આ કારણે આવા એકાંત આગ્રહી લોકોને અમારી પ્રાર્થના છે કે આપ કોઈ પણ વિધાનની અપેક્ષા
Page #35
--------------------------------------------------------------------------
________________
30
સમ્યગ્દર્શનની રીત
સમજ્યા વગર એકાંતે ગ્રહણ કરી, એકાંતનો આગ્રહ ધરી જો જૈનશાસનનું ભલું કરવા ઇચ્છતા હો, તો તે આપની મહાન ભૂલરૂપ જ છે. તે તો જૈનશાસનના અધઃ પતનનું જ નિમિત્ત બનશે અને કેટલાય જીવોના અધઃપતનનું કારણ પણ બનશે. અને તે સર્વેના અધઃપતનની જવાબદારી આવા એકાંત પ્રરૂપણા અને એકાંતનો આગ્રહ કરવાવાળાઓની જ છે, તેથી તેઓની દશા વિશે વિચારીને અમોને ખૂબ જ કરૂણા ઊપજે છે, અને તે જ કારણે અમોને અત્રે આટલું અધિક સ્પષ્ટીકરણ કરવાની જરૂર ઊભી થયેલ છે.
ગાથા ૧૧૯ : અન્વયાર્થ :- ‘“ગુણોને તદ્વસ્થ (અર્થાત્ અપરિણામી-કુટસ્થ), તેના અવસ્થાંતરને પર્યાય તથા બંનેના મધ્યવર્તીને (અર્થાત્ તે બંને મળીને) દ્રવ્ય, એ શંકાકારનું કહેવું ઠીક નથી. કારણ કે જેમ સંપૂર્ણ ગુણની અવસ્થાઓ આક્રેડિત (એકરૂપ) થઈને અર્થાત્ એક આલાપથી પુનઃ પુનઃ પ્રતિપાદિત થઈને (અનુસ્મ્રુતિથી રચાયેલ પર્યાયોનો પ્રવાહ તે જ દ્રવ્ય) વસ્તુ અર્થાત્ દ્રવ્ય કહેવાય છે. તે જ પ્રમાણે તેની એ અવસ્થાઓથી ભિન્ન (અર્થાત્ પર્યાયોથી ભિન્ન) કોઈ પણ ભિન્ન સત્તાવાળી વસ્તુ (અર્થાત્ દ્રવ્ય = ધ્રૌવ્ય) કહી શકાતી નથી.’’
જ
આનો અર્થ સ્પષ્ટ છે કે જે દ્રવ્ય છે તે જ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ પર્યાય છે અને જે પર્યાય છે તે જ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ દ્રવ્ય છે. તે બંને ભિન્ન ન હોવાં છતાં અપેક્ષાએ (પ્રમાણદષ્ટિએ) તેને કથંચિત ભિન્ન કહી શકાય છે અને તેથી જ તેના પ્રદેશો પણ અપેક્ષાએ ભિન્ન કહી શકાય છે, અન્યથા નહિ, સર્વથા નહિ; વાસ્તવમાં તો ત્યાં કોઈ ભેદ જ નથી, ભેદરૂપ વ્યવહાર તો માત્ર સમજાવવા માટે જ છે, નિશ્ચયનયે તો દ્રવ્ય અભેદ જ છે.
જ
ભાવાર્થ :- ‘‘સત્ની સંપૂર્ણ અવસ્થાઓ જ ફરી ફરી પ્રતિપાદિત થઈને વસ્તુ કહેવાય છે (અર્થાત્ સંપૂર્ણ પર્યાયોનો સમૂહ જ વસ્તુ છે, દ્રવ્ય છે), પરંતુ વસ્તુ પોતાની અવસ્થાઓથી કાંઈ ભિન્ન નથી. (અત્રે જેઓ વસ્તુમાં અપરિણામી અને પરિણામ એવા વિભાગો માનતાં હોય તેઓનું નિરાકરણ કરેલ છે અર્થાત્ તેવી માન્યતા મિથ્યાત્વના ઘરની છે) એટલા માટે જેમ ગુણમય દ્રવ્ય હોવાથી દ્રવ્ય અને ગુણોમાં સ્વરૂપભેદ થતો નથી, તે જ પ્રમાણે દ્રવ્યની અવસ્થાઓ જ ગુણની અવસ્થાઓ કહેવાય છે. માટે દ્રવ્ય પણ તેના પર્યાયોથી ભિન્ન નથી (પ્રદેશભેદ નથી), તેથી ગુણને તદ્વસ્થ (અપરિણામી) તથા અવસ્થાન્તરોને પર્યાય માની એ બંનેના કોઈ મધ્યવર્તીને જુદું દ્રવ્ય માનવું એ ઠીક નથી. એટલા માટે''
ગાથા ૧૨૦ : અન્વયાર્થ :- ‘નિયમથી જે ગુણો પરિણમનશીલ હોવાના કારણથી (અત્રે લક્ષમાં લેવું આવશ્યક છે કે ગુણોને નિયમથી પરિણમનશીલ કહ્યા છે તેમાં કોઈ અપવાદ નથી અને બીજું, હોવાના કારણે કહ્યું છે અર્થાત્ તે ત્રણે કાળે તે જ રીતે છે) ઉત્પાદવ્યયમય કહેવાય છે, તે જ ગુણો ટંકોત્કીર્ણ ન્યાયથી (અર્થાત્ તે ગુણો અન્ય ગુણરૂપ થતાં ન હોવાના કારણે) પોતાના સ્વરૂપને કદી પણ ઉલ્લંઘન કરતાં નથી તેથી તે નિત્ય કહેવાય છે.’' ટૂંકોત્કીર્ણનો અર્થ સામાન્ય રૂપથી એવો ને એવો જ રહે છે એમ
Page #36
--------------------------------------------------------------------------
________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
લીધેલ છે, કોઈ બીજી રીતે અર્થાત્ અપરિણામી વગેરે રૂપ નહિ.
બીજું અત્રે કોઈ એમ સમજે કે આવી તો પુદ્ગલ દ્રવ્યની વ્યવસ્થા ભલે હો પરંતુ જીવદ્રવ્યની વાત તો નિરાળી જ છે, તો તેઓને અમે જણાવીએ છીએ કે માત્ર પુદ્ગલ દ્રવ્ય જ નહિ, પરંતુ એ દ્રવ્યની દ્રવ્યગુણપર્યાયરૂપ અથવા તો ઉત્પાદવ્યયધુવરૂપ વસ્તુવ્યવસ્થા તો એક સમાન જ છે. જો જીવદ્રવ્યની કોઈ અન્ય વ્યવસ્થા હોત, તો ભગવાને અને આચાર્ય ભગવંતોએ શાસ્ત્રોમાં જરૂર જણાવી જ હોત, પણ તેવું ન હોવાથી જ કાંઈ જણાવેલ નથી; તેથી કરીને આવા મિથ્યાત્વરૂપ આગ્રહને છોડી વસ્તુવ્યવસ્થા જેમ છે, તેમ જ માનવી આવશ્યક છે અન્યથા તે જીવે અનંત સંસારી, અનંત દુઃખી થવાને જ આમંત્રણ આપેલ છે, કે જેના ઉપરના કરૂણાભાવથી જ આ લખાઈ રહ્યું છે.
ભાવાર્થ :- “પરિણમનની અપેક્ષાએ જે ગુણો ઉત્પાદવ્યયયુક્ત કહેવાય છે તે જ ગુણો ગુણત્વસામાન્યની અપેક્ષાએ નિત્ય કહેવાય છે. એ બંને અપેક્ષાઓથી દ્રવ્યથી અભિન્નરૂપ ગુણો પણ ઉત્પાદવ્યય અને ધ્રૌવ્યયુક્ત કહ્યા છે....”
માટીમાં કોઈ ગુણ નાશ થાય છે અને કોઈ ગુણ ઉત્પન્ન થાય છે એવી શંકા વ્યક્ત કરતાં આચાર્ય ભગવંત આગળની ગાથામાં જણાવે છે કે –
ગાથા ૧૨૩ : અન્વયાર્થ :- “એ વિષયમાં આ ઉત્તર ઠીક છે કે એ કૃતિકાનું (માટીનું પાકા વાસણરૂપ થવાનું) એમ થતાં શું તેનું મૃતિકાપણું (માટીપણું) નાશ થઈ જાય છે ? જો (તેનું મૃતિકાપણું) નષ્ટ નથી થતું તો તે નિત્યરૂપ કેમ ન હોય ?” અર્થાત્ તે અપેક્ષાએ દ્રવ્ય નિત્ય છે, ધ્રુવ છે અન્યથા નહિ.
ભાવાર્થ :- “કાચી માટીને પકાવતાં પ્રથમના માટી સંબંધી (બધા) ગુણો નષ્ટ થઈ નવીન પક્વગુણ પેદા થાય છે. આ પ્રમાણે માનવાવાળાને માટે આ ઉત્તર ઠીક , કૃતિકાની ઘટાદિ અવસ્થા થતાં શું તેનું પૃથ્વીપણું-મૃતિકાપણું પણ નષ્ટ થઈ જાય છે ? જો તે કૃતિકાપણું નાશ નથી પામતું, તો તે મૃતિકાપણું શું નિત્ય નથી ?” અર્થાત્ નિત્ય જ છે. આ અપેક્ષાએ દ્રવ્યને નિત્ય, ધ્રુવ વગેરે કહેવાય છે.
હવે શંકાકાર શંકા કરે છે કે દ્રવ્ય અને પર્યાયને સર્વથા ભિન્ન માનવામાં શો દોષ છે ? ઉત્તર –
ગાથા ૧૪ર : અન્વયાર્થ :- “અથવા અનુ શબ્દનો અર્થ છે કે, જે વચમાં કદી પણ અલિત નહિ થવાવાળા પ્રવાહથી (અનુસ્મૃતિથી રચાયેલ પર્યાયોનો પ્રવાહ તે જ દ્રવ્ય) વર્તી રહ્યા હોય તથા “અયતિ' એ ક્રિયાપદ ગતિ અર્થવાળી ‘અય' ધાતુનું રૂપ છે, માટે અવિચ્છિન્ન પ્રવાહરૂપથી જે ગમન કરી રહ્યું છે તે અન્વર્થની અપેક્ષાએ અન્વય શબ્દનો અર્થ દ્રવ્ય છે.”
ભાવાર્થ :- “...અર્થાત્ જે નિરંતર પોતાની ઉત્તરોત્તર થવાવાળા પર્યાયોમાં ગમન કરે તે દ્રવ્ય છે (અર્થાત્ દ્રવ્ય પર્યાયોમાં જ છુપાયેલ છે). ગતિ અન્વય’ શબ્દ “અને ઉપસર્ગપૂર્વક ગત્યર્થક ‘અય' ધાતુથી
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૨
સમ્યગ્દર્શનની રીત
બન્યો છે, દ્રવ્યની આ વ્યુત્પત્તિ અન્વયે શબ્દમાં સારી રીતે ઘટી શકે છે. જેમ કે “અનુ - અવ્વચ્છિન્ન પ્રવાહરૂપથી જે પોતાના પ્રતિસમય થવાવાળા પર્યાયોમાં બરાબર ‘અયતિ' એટલે ગમન કરતો હોય તેને અન્વય કહે છે, તેથી અન્વય અને દ્રવ્ય એ બંને પર્યાયવાચક શબ્દો છે.” અર્થાત્ પર્યાયોનો જે પ્રવાહરૂપ સમૂહ છે તે જ સત્ છે અને તે જ દ્રવ્ય છે. એટલે જે પર્યાયો છે તેમાં જ દ્રવ્ય છુપાયેલું ગતિ કરે છે અર્થાત્ જે પર્યાય છે તે દ્રવ્યનો જ બનેલ છે અને તેથી જ પર્યાયોને વ્યતિરેક = વિશેષ = વ્યક્ત અને દ્રવ્યને અન્વયરૂપ = સામાન્ય = અવ્યક્ત કહેવાય છે.
ગાથા ૧૫૯ : અન્વયાર્થ :- “સારાંશ એ છે કે નિશ્ચયથી ગુણ સ્વયંસિદ્ધ છે તથા પરિણમી પણ છે, તેથી તે નિત્ય અને અનિત્યરૂપ હોવાથી ભલા પ્રકારે ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્યાત્મક પણ છે.”
ભાવાર્થ : “અનાદિ સંતાનરૂપથી જે દ્રવ્યની સાથે અનુગમન કરે છે તે ગુણ છે. અહીં “અનાદિ એ વિશેષણથી સ્વયંસિદ્ધ, સંતાનરૂપ’ એ વિશેષણથી પરિણમનશીલ તથા અનુગતાર્થ” એ વિશેષણથી નિરંતર દ્રવ્યની સાથે રહેવાવાળા એવો અર્થ સિદ્ધ થાય છે. સારાંશ એ છે કે, પ્રત્યેક દ્રવ્યના ગુણો સ્વયંસિદ્ધ અને નિરંતર દ્રવ્યની સાથે રહેવાવાળા છે તેથી તો તેને નિત્ય એટલે ધ્રોવ્યાત્મક કહેવામાં આવે છે તથા પ્રતિસમય પરિણમનશીલ છે તેથી તેને અનિત્ય વા ઉત્પાદવ્યયાત્મક કહેવામાં આવે છે. એ પ્રમાણે સંપૂર્ણ ગુણો ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્યાત્મક છે.” આવી છે જૈનસિદ્ધાંતની વસ્તુવ્યવસ્થા.
ગાથા ૧૭૮ : અન્વયાર્થ :- “સારાંશ એ છે કે, જેમ દ્રવ્ય નિયમથી સ્વતઃસિદ્ધ છે તે જ પ્રમાણે તે પરિણમનશીલ પણ છે, તેથી તે દ્રવ્ય પ્રતિસમય વારંવાર પ્રદીપ (દીપકની) શિખાની માફ્ટ પરિણમન કરતું જ રહે છે.”
ભાવાર્થ :- “અર્થાત્ જેમ દ્રવ્ય સ્વતઃસિદ્ધ હોવાથી નિત્ય-અનાદિ અનંત છે તે જ પ્રમાણે તે પરિણમનશીલ હોવાથી પ્રદીપશિખાની (દીપકની) માફક પ્રતિસમય સદશ પરિણમન પણ કરતું જ રહે છે, તેથી તે અનિત્ય પણ છે. અને તેનું તે પરિણમન પૂર્વ પૂર્વ ભાવના વિનાશપૂર્વક (માટીના પિંડના વિનાશપૂર્વક) તથા ઉત્તર ઉત્તર ભાવના ઉત્પાદથી (માટીના ઘડાના ઉત્પાદથી) થતું રહે છે તેથી દ્રવ્ય, કથંચિત્ નિત્ય-અનિત્યાત્મક કહેવામાં આવે છે. [એક જ વસ્તુના બે સ્વભાવ છે, નહીં કે એક વસ્તુના બે ભાગ - એક નિત્ય અને બીજો અનિત્ય – આવું (ભાગરૂપ) માનવાથી મિથ્યાત્વનો દોષ આવે છે.] જેમ કે જીવ, મનુષ્યથી દેવપર્યાયને પ્રાપ્ત કરતાં દ્રવ્યાર્થિક દૃષ્ટિએ તેના દરેક પર્યાયોમાં જીવત્વ સદશ (સમાન) રહેવા છતાં (અર્થાત્ તે પર્યાયનું સામાન્ય તે જ જીવત્વ અર્થાત્ દ્રવ્ય) પણ પર્યાયાર્થિક દષ્ટિથી દરેક પર્યાયોમાં (તેના એક એક પર્યાયોમાં) તે કથંચિત્ ભિન્નતાને ધારણ કરે છે. એ જ પ્રમાણે પ્રતિસમય થવાવાળા ક્રમમાં પણ દ્રવ્યાર્થિક નયથી સદશતા રહેવા છતાં (અર્થાત્ તે ક્રમરૂપ પર્યાયમાં સામાન્ય ભાવરૂપે
Page #38
--------------------------------------------------------------------------
________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
દ્રવ્ય હાજર જ છે) પણ પર્યાયાર્થિક નયથી કથંચિત્ વિસદશપણું (અન્યથાપણું) પણ જોવામાં આવે છે (અર્થાત્ તે ક્રમમાં થતા પર્યાયમાં વિશેષ ભાવરૂપે અન્ય-અન્ય ભાવ જોવામાં આવે છે). આ વિષયમાં બીજું દૃષ્ટાંત ગોરસનું પણ આપવામાં આવે છે; જેમ દૂધ, દહીં, મકો વગેરે દૂધની અવસ્થાઓમાં દ્રવ્યાર્થિક નયથી ગોરસપણાની સદશતા રહેવા છતાં પર્યાયાર્થિક નયથી દૂધથી દહીં વગેરે અવસ્થાઓમાં કથંચિત્ વિસદશપણું પણ જોવામાં આવે છે. એ પ્રમાણે અનુમાનથી અથવા સ્વાનુભવ પ્રત્યક્ષથી નિત્ય-અનિત્યની પ્રતીતિ થવાથી જો કે ક્રમમાં પણ કથંચિત્ સદશતા અને વિસટશતા બન્ને હોય છે, તેમ છતાં પણ કેવળ તેનો કાળ સૂક્ષ્મ સમયવર્તી હોવાથી તે ક્રમ પ્રતિસમય લક્ષમાં આવતો નથી, તેથી તેમાં અન્યથાત્વ (‘‘આ તેવું નથી’’) અને તથાત્વ (‘‘આ તેવું જ છે’’)ની વિવક્ષા જ કરી શકાતી નથી એવું નથી.’’
જે સમય જ્ઞાન ઘટાકાર માત્ર છે તે સમયે ઘટની જાણવાની યોગ્યતાથી અને જે સમયે લોકાલોકને જાણે છે તે સમયે તેવી યોગ્યતાથી જ્ઞાનગુણમાં કાંઈ વધ-ઘટ થતી નથી માત્ર અગુરુ લઘુ ગુણનું જ તે ફળ સમજવું યોગ્ય છે.
૩૩
ગાથા ૧૯૩-૧૯૪-૧૯૫ : અન્વયાર્થ :- ‘‘શંકાકારનું કહેવું એમ છે કે, એ પ્રમાણે માનતાં પરમાર્થદષ્ટિથી ઘટાકાર અને લોકાકારરૂપ જ્ઞાન એક હોવાથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય બની શકશે નહિ અને ન કોઈ કોઈનું ઉપાદાનકારણ તથા ન કોઈ કોઈનું કાર્ય પણ બની શકશે તથા ગુણ પોતાના અંશોથી (પર્યાયથી) કમ (ઓછા) થતાં દુર્બળ અને ઉત્કર્ષ થતાં બળવાન કેમ નહિ થાય ? એ પ્રકારથી આવો પણ ઘણો ભારે અને દુર્જય દોષ આવશે. (ઉત્તર :-)જો એમ કહો તો એમ કહેવું ઠીક નથી, કારણ કે દ્રવ્યને પહેલાં સારી રીતે પરિણમનશીલ નિરૂપણ કર્યું છે (સિદ્ધ કર્યું છે) તેથી તેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે સારી રીતે ઘટી શકે છે. પરંતુ તેથી ઊલટો સર્વથા નિત્ય વા અનિત્ય અર્થ માનવાથી નહિ ઘટે.'' અર્થાત્ જો વસ્તુના (દ્રવ્યના) બે ભાગ કલ્પવામાં આવે કે જેમાંનો એક ભાગ સર્વથા નિત્ય માનવામાં આવે અને એક ભાગ સર્વથા અનિત્ય અર્થાત્ નિત્ય અને અનિત્યને વસ્તુના ભાવની જગ્યાએ વિભાગ અથવા ભાગરૂપે કલ્પવામાં આવે તો તેમાં ઉત્પાદ, વ્યય, ધ્રુવ ઘટી શકશે નહીં અને તેથી તેવી માન્યતા જૈન સિદ્ધાંત બાહ્ય છે અને મિથ્યાત્વ છે એવી ધારણા કોઈની હોય, તો તે ત્વરાએ સુધારી લેવી જોઈએ, અપેક્ષાએ બધું કહેવાય પણ તેમ એકાંતે મનાય નહિ.
ભાવાર્થ :“શંકાકારનું કહેવું એમ છે કે, જો અવગાહન ગુણની વિચિત્રતાથી દ્રવ્યમાં કેવળ આકારથી આકારાન્તર જ થયા કરે છે, તો દ્રવ્યની પૂર્વ-ઉત્તર અવસ્થાઓમાં અભેદતા હોવાના કારણથી તેમાં (અત્રે શંકાકાર દ્રવ્ય-પર્યાયરૂપ વસ્તુને એક અભેદરૂપ-અનુસ્મ્રુતિથી રચિત પ્રવાહરૂપ નથી માનતાં) ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય બની શકશે નહિ તથા કોઈ પણ પ્રકારનો કાર્ય-કારણ ભાવ (અત્રે શંકાકાર કાર્ય-કારણ ભાવને ભેદરૂપ માને છે, ભિન્ન માને છે) જ સિદ્ધ થઈ શકશે નહિ. વળી જો ગુણાંશના તસ્થ રહેવા છતાં
Page #39
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
પણ અગુરુ લઘુ ગુણના નિમિત્તથી તેમાં ભૂત્વા-ભવનરૂપ પરિણમન થતું રહે છે (અત્રે શંકાકાર ધ્રૌવ્યને/ ગુણને અપરિણામી માને છે – તેને અગુરુ લઘુ ગુણના નિમિત્તથી પર્યાય માને છે અને તેમાંથી પર્યાય નીકળે છે કે જે ધ્રૌવ્યથી/ગુણથી ભિન્ન છે એવું માને છે), તો આ આપત્તિ આવશે કે ગુણ પોતાના અંશોથી કમ (ઓછા) થતાં દુર્બળ અને પોતાના અંશોથી વધતાં બળવાન શું નહિ થાય ?
તેનું સમાધાન - શંકાકારનું ઉપર પ્રમાણે કહેવું ઠીક નથી, કારણ કે અમે પહેલાં જ સ્વતઃસિદ્ધ દ્રવ્યને સારી રીતે પરિણામી સિદ્ધ કર્યું છે, અર્થાત્ દ્રવ્ય સ્વતઃસિદ્ધ હોવાથી કથંચિત્ નિત્ય-અનિત્યાત્મક દ્રવ્યમાં જ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય ઘટી શકે છે (અર્થાત્ દ્રવ્ય પોતે જ પર્યાયરૂપે પરિણમે છે અને તેથી પર્યાય દ્રવ્યનો જ બનેલ છે અને દ્રવ્ય પર્યાયમાં જ છુપાયેલું છે. અર્થાત્ પર્યાયરૂપ વિશેષ ભાવને ગૌણ કરતાં જ સામાન્ય રૂપ દ્રવ્ય અનુભવાય છે), પણ સર્વથા નિત્ય વા અનિત્ય પદાર્થમાં નહિ.
સારાંશ એ છે કે આકારથી આકારાન્તરરૂપ થવાથી ઉત્પાદ, વ્યયની અને વસ્તુતાએ (સામાન્ય ભાવ અપેક્ષાએ) તવસ્થરૂપ હોવાથી ધ્રોવ્યાંશની (સામાન્ય ભાવની) સિદ્ધિ થાય છે. તેથી ઉક્ત પ્રકારથી (આવી રીતે) દ્રવ્યને કથંચિત્ નિત્યાનિત્યામક માનવાથી ઉત્પાદાદિત્રયની તથા કાર્ય-કારણ ભાવની સિદ્ધિ નહિ થાય એવી શંકા નિરર્થક છે. અહીં દષ્ટાંત-”
ગાથા ૧૯૬ અન્વયાર્થ :- “જેમ સોનાના અસ્તિત્વમાં જ કુંડલાદિક અવસ્થાઓ ઉત્પન્ન થાય છે, અને એ કુંડલાદિક અવસ્થાઓ થવાથી જ નિયમથી ઉત્પાદાદિક ત્રણે સિદ્ધ થાય છે. અર્થાત્ દ્રવ્યને પરિણામી માનવાથી જ ઉત્પાદ, વ્યય, ધૃવરૂપ વ્યવસ્થા શક્ય છે, અન્યથા નહિ; આવી છે જૈન સિદ્ધાંતની વસ્તુવ્યવસ્થા.
ભાવાર્થ : - “જેમ સુવર્ણના અસ્તિત્વમાં જ તેની કુંડલ-કંકણાદિ અવસ્થાઓ સિદ્ધ થાય છે. કારણ કે એ અવસ્થાઓના હોવાથી જ સુવર્ણમાં ઉત્પાદિક થાય છે, અર્થાત્ સુવર્ણનું સુવર્ણપણે દ્રવ્યદષ્ટિએ તટ્વસ્થ રહેવા છતાં પણ પર્યાયાર્થિક દષ્ટિએ કુંડલ-કંકણાદિના જ ઉત્પાદાદિક થાય છે, પરંતુ જો વાસ્તવિક વિચાર કરવામાં આવે તો એ કુંડલાદિક અવસ્થાઓમાં માત્ર આકારથી આકારમંતર જ છે પણ અસત્ની ઉત્પત્તિ કે સત્નો વિનાશ નથી. એટલે શંકાકારનું કથંચિત્ નિત્યાનિત્યાત્મક પદાર્થમાં ઉત્પાદાદિક નહિ બને' એ કહેવું યુક્તિસંગત નથી. વળી કાર્ય-કારણભાવ પણ નીચે પ્રમાણે સિદ્ધ થાય છે –”
ગાથા ૧૯૭: અન્વયાર્થ :- “એ પ્રક્રિયા અર્થાત્ શૈલીથી જ, નિશ્ચયથી કારણ અને કાર્યની સિદ્ધિ પણ સમજી લેવી જોઈએ. કારણ કે એ સત્ના જ સત્ અર્થાત્ બ્રૌવ્ય તથા ઉત્પાદ અને વ્યય એ બંને થાય છે.”
ભાવાર્થ :- “જેવી રીતે કથંચિત્ નિત્ય-અનિત્યાત્મક પદાર્થોમાં જ ઉત્પાદાદિક ત્રય થાય છે પણ સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય પદાર્થોમાં થઈ શકતા નથી એમ સિદ્ધ કર્યું, તેવી રીતે જ પદાર્થોને નિત્ય
Page #40
--------------------------------------------------------------------------
________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
૩૫
અનિત્યાત્મક માનવાથી જ કાર્ય-કારણભાવ પણ સિદ્ધ થઈ શકે છે; પરંતુ સર્વથા નિત્ય વા અનિત્ય પદાર્થોમાં નહિ. કારણ કે સર્વથા નિત્ય પક્ષમાં પરિણામ વિના કાર્ય-કારણભાવ બની શકતો નથી તથા સર્વથા અનિત્ય પક્ષમાં પદાર્થો માત્ર ક્ષણવર્તી કરવાથી અને તેનો પ્રતિસમય નિરન્વયનાશ માનવાથી “નિત્ય શક્તિપિંડરૂપ સત્ (દ્રવ્ય) કારણ છે તથા અનિત્ય પરિણામરૂપ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય તેનાં કાર્ય છે” એવો કાર્ય-કારણભાવ બની શકતો નથી, તેથી કથંચિત્ નિત્ય-અનિત્યાત્મક પદાર્થોમાં જ ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય અને કાર્ય-કારણભાવ સારી રીતે સિદ્ધ થાય છે. કારણ કે નિત્ય-અનિત્યાત્મક પદાર્થોમાં જ સના ઉત્પાદાદિક માનવામાં આવ્યા છે, પણ નિરન્વયનાશરૂપ વા કુટસ્થનિત્યમાં નહિ....”
અર્થાત્ દ્રવ્ય અને પર્યાય એ વસ્તુના બે ભાવ છે, નહિ કે બે ભાગ; અને તેથી જ તેને કથંચિત્ નિત્ય-અનિત્ય કહેવાય છે અને સર્વથા નિત્ય-અનિત્ય એમ નથી કહેવાતું અથવા મનાતું. તેથી જે કોઈ દ્રવ્યને એકાંતે નિત્ય-અપરિણામી અને પર્યાયને એકાંતે અનિત્ય-પરિણામી માનતાં હોય તેઓનું અત્રે નિરાકરણ કરેલ છે અર્થાત્ એવી જેની ધારણા હોય તેઓને પોતાની ધારણા સુધારી લેવા વિનંતિ છે.
ગાથા ૨૦૦ : અન્વયાર્થ :- “નિશ્ચયથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ ત્રણે પર્યાયોમાં થાય છે, પણ સન્ના થતા નથી, પરંતુ જે કારણથી એ ઉત્પાદાદિક પર્યાયો જ દ્રવ્ય છે તેથી દ્રવ્ય એ ઉત્પાદાદિક ત્રયવાળું કહેવામાં આવે છે.”
અત્રે અંશ-અંશીરૂપ ભેદનયની અપેક્ષાએ ઉત્પાદ-વ્યય-ધ્રુવ એ ત્રણેયને ભેદરૂપ પર્યાય સિદ્ધ કરેલ છે. કારણ કે અંશ-અંશીરૂપ ભેદ ન કરવામાં આવે તો સત્નો નાશ-સનો ઉત્પાદ અને સત્નો જ ધ્રૌવ્ય એવી વિરુદ્ધતા ઉદ્ભવે, માટે ભેદનયે કરી સમજાવ્યું છે કે સત્ તો સ્વતઃસિદ્ધ જ હોવા છતાં તે જ ઉત્પાદ-વ્યય-ધૂવરૂપ છે અને તેથી ભેદનયે તે ત્રણે તેની પર્યાય કહેવાય છે. ઉત્પાદનું સ્વરૂપ અને તે ઉત્પાદ કોનો થાય (કહેવાય) છે? ઉત્તર -
ગાથા ૨૦૧ : અન્વયાર્થ:- “તદ્ભાવ (“આ તે જ છે'') અને “અદ્ભાવ (“આ તે નથી')ને વિષય કરવાવાળા નયની અપેક્ષાએ (અર્થાત્ દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ) સત્ સદ્ભાવ અને અસદ્ભાવથી યુક્ત છે તેથી એ ઉત્પાદાદિકમાં નવિનરૂપથી પરિણત તે સત્ની અવસ્થાનું નામ જ ઉત્પાદ છે.”
અર્થાત્ દ્રવ્યની અવસ્થા બદલાય તેને જ ઉત્પાદ કહ્યો અને પૂર્વ અવસ્થાને વ્યય. વ્યયનું સ્વરૂપ અને તે કોનો થાય છે ? ઉત્તર –
ગાથા ૨૦૨ : અન્વયાર્થ:- “તથા વ્યય પણ સત્નો થતો નથી, પરંતુ એ સત્ની અવસ્થાનો નાશ વ્યય કહેવાય છે તથા પ્રવ્વસાભાવરૂપ તે વ્યય સત, પરિણામી હોવાથી સત્નો પણ અવશ્ય કહેવામાં આવ્યો છે.”
Page #41
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
અર્થાત્ અપેક્ષાએ કાંઈ પણ કહી શકાય, પરંતુ સમજવાનું એ છે કે ઉપાદાનરૂપ દ્રવ્ય સ્વયં જ કાર્યરૂપે પરિણમે છે અને તેને જ તેનો ઉત્પાદ કહેવાય છે. પૂર્વ સમયવર્તી કાર્યને તેનો વ્યય કહેવાય છે અને તે બન્ને કાર્યરૂપ પરિણમેલ જે ઉપાદાનરૂપ દ્રવ્ય છે તે જ ધ્રૌવ્ય છે. ધ્રૌવ્યનું સ્વરૂપ અને તે કોના થાય છે?
ઉત્તર –
ગાથા ૨૦૩ : અન્વયાર્થ :- “પર્યાયાર્થિક નયથી (ભેદવિવક્ષાથી) ધ્રૌવ્ય પણ કથંચિસત્નો હોય છે, કેવળ સત્નો નહિ એટલા માટે ઉત્પાદ-વ્યયની માફક તે ધ્રવ્ય પણ સત્નો એક અંશ છે, પણ સર્વદેશ નથી.” કારણ કે જે તે સત્નો (દ્રવ્યનો) માનવામાં આવે તોદ્રવ્ય કુટસ્થ/અપરિણામી ગણાય કે જે તે નથી.
ગાથા ૨૦૪ : અન્વયાર્થ : - “અથવા ‘તર્ભાવથી નાશ ન થવો એવું જે ધ્રૌવ્યનું લક્ષણ દર્શાવ્યું છે ત્યાં પણ અર્થાત્ તેનો પણ આ વાસ્તવિક અર્થ છે કે, જે પરિણામ પહેલાં હતા તે તે પરિણામ જ પાછળ થતા રહે છે.”
અર્થાત્ જે દ્રવ્યરૂપ ધ્રૌવ્ય છે તે જ દરેક પર્યાયમાં પોતે જ કાર્યરૂપે પરિણમે છે અને તેમાં રહેલ સદશતાથી (સામાન્ય અપેક્ષાએ) તેનો તદ્ભાવથી નાશ ન હોવાથી તેને ધ્રૌવ્ય કહે છે; જેમ કે જ્ઞાન આકારાંતરપણું પામવા છતાં પણ જ્ઞાનપણાનો નાશ ન થવાથી તે આકારમાં રહેલ જ્ઞાનને (સામાન્યને) જ ધ્રૌવ્ય કહેવાય છે અર્થાત્ ટંકોત્કીર્ણ કહેવાય છે.
ગાથા ૨૦૫ : અન્વયાર્થ:- “જેમ પુષ્પનો ગંધ એ પરિણામ છે તથા એ ગંધગુણ પરિણમન કરી રહ્યો છે તેથી ગંધ (ગુણ) અપરિણામી નથી તથા નિશ્ચયથી નિર્ગન્ધ અવસ્થાથી પુષ્પ ગંધવાન થયું છે એમ પણ નથી.”
આથી કહી શકાય કે ધ્રૌવ્યરૂપદ્રવ્ય/ગુણ પોતે જ પર્યાયરૂપે ઊપજે છે અને ત્યારે જ પૂર્વ પર્યાયનો વ્યય થાય છે તેથી અભેદનયે દ્રવ્યને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ કહેવાય છે અને ભેદનયથી ઉત્પાદ-વ્યયધ્રૌવ્યરૂપ ત્રણે સત્તા પર્યાય કહેવાય છે, તે ભેદરૂપ પર્યાય છે. એ જ ભાવ આગળ પણ સમાવે છે.
ગાથા ૨૦૭ : અન્વયાર્થ:- “નિશ્ચયથી સર્વથા નિત્ય કોઈ સત્ છે, ગુણ કોઈ છે જ નહિ તથા કેવળ પરિણતીરૂપ (પર્યાયરૂપ) વ્યય તથા ઉત્પાદ એ બન્ને એ સત્થી અતિરિક્ત એટલે ભિન્ન છે એવી આશંકા પણ ન કરવી જોઈએ, કારણ કે” ભેદનયથી જે ઉપર ભેદરૂપ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને પર્યાય તરીકે સમજાવવાથી કોઈને એવી આશંકા ઊપજે કે શું દ્રવ્ય અને પર્યાય ભિન્ન છે ? તો કહે છે કે એવી આશંકા પણ ન કરવી જોઈએ.
ગાથા ૨૦૮: અન્વયાર્થ:- “એમ થતાં સન્ન ભિન્નતાયુક્ત દેશનો પ્રસંગ આવવાથી સત્ એ ન ગુણ ન પરિણામ અર્થાત્ પર્યાય અને ન દ્રવ્યરૂપ સિદ્ધ થઈ શકશે, પરંતુ સર્વ વિવાદગ્રસ્ત થઈ જશે.”
ભાવાર્થ :- “ગુણોને ન માનતાં દ્રવ્યને સર્વથા નિત્ય તથા ઉત્પાદવ્યયને દ્રવ્યથી ભિન્ન કેવળ
Page #42
--------------------------------------------------------------------------
________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
૩૭
પરિણતીરૂપ (પર્યાયરૂપ) માનવાથી દ્રવ્ય તથા પર્યાયોને ભિન્ન ભિન્ન પ્રદેશીપણાનો પ્રસંગ આવશે તથા સત, દ્રવ્ય-ગુણવાપર્યાયોમાંથી કોઈ પણ રૂપે સિદ્ધ થઈ શકશે નહિ અને તેથી સતુ, દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક ન હોવાથી એસનું પણ શું સ્વરૂપ છે? તે પણ નિશ્ચિત થઈ શકશે નહિ, તેથીદ્રવ્ય-ગુણ-પર્યાય અને સત્ પોતે એ બધાંય વિવાદગ્રસ્ત થઈ જશે.” અહીં કહ્યા પ્રમાણે જો કોઈ દ્રવ્યને અપરિણામી અને પર્યાય તેનાથી ભિન્ન ભિન્ન પ્રદેશી) પરિણામ એવું માનતું હોય તો અત્રે જણાવેલ પહેલો દોષ આવશે. હવે બીજો દોષ જણાવે છે.
ગાથા ૨૦૯ : અન્વયાર્થ:- “તથા અહીં બીજે પણ આ દોષ આવશે કે, જે નિત્ય છે તે નિશ્ચયથી નિત્યરૂપ જ રહેશે તથા જે અનિત્ય છે તે અનિત્ય જ રહેશે. એ પ્રમાણે કોઈ પણ વસ્તુમાં અનેક ધર્મત્વ સિદ્ધ થઈ શકશે નહિ. અર્થાત્ વસ્તુ અનેક ધર્માત્મક સિદ્ધ થશે નહિ.” હવે ત્રીજે દોષ જણાવે છે.
ગાથા ૨૧૦: અન્વયાર્થ:- “તથા આ એક દ્રવ્ય છે, આ ગુણ છે અને આ પર્યાય છે એ પ્રકારનો જે કાલ્પનિક ભેદ થાય છે (અર્થાત્ તે ભેદ વાસ્તવિક નથી) તે પણ નિયમથી ભિન્ન દ્રવ્યની માફક બનશે નહિ.” અર્થાત્ જે અભેદ વસ્તુમાં સમજાવવા માટે કાલ્પનિક ભેદ પાડ્યા છે અને તેથી જ તેને કથંચિત્ કહ્યાં છે. તેને જે વાસ્તવિક ભેદ સમજવામાં આવે તો દ્રવ્ય અને પર્યાય એ બંને ભિન્ન પ્રદેશી, બે દ્રવ્યરૂપ જ બની જતાં ભેદરૂપ વ્યવહાર ન રહેતાં નિયમથી ભિન્ન દ્રવ્યની માફ્ટ ભિન્ન પ્રદેશી જ બની જશે અને તેથી દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ જે કાલ્પનિક ભેદ થાય છે તેવાં કાલ્પનિક ભેદ બનશે નહિ.
આગળ શંકાકાર નવી શંકા કરે છે –
ગાથા ૨૧૧ : અન્વયાર્થ:- “શંકાકારનું કહેવું એમ છે કે, સમુદ્રની માફક વસ્તુને નિત્ય માનવામાં આવે તથા ગુણ પણ નિત્ય માનવામાં આવે અને પર્યાયો કલ્લોલાદિની માફક ઉત્પન્ન વા નાશ થવાવાળી માનવામાં આવે, જો એમ કહો તો –'' અર્થાત્ પદાર્થને સમુદ્ર અને તરંગના ઉદાહરણથી એમ માનવામાં આવે કે, દ્રવ્ય = સમુદ્રનું દળ એકાંતે નિત્ય અને પર્યાય = તરંગ એકાંતે અનિત્ય માનવામાં આવે તો શું હાનિ છે ? તેનું સમાધાન -
ગાથા ર૧૨ : અન્વયાર્થ :- “એમ કહેવું એ ઠીક નથી કારણ કે સમુદ્ર અને લહેરો(મો)નું દષ્ટાંત શંકાકારના પ્રકૃતિ – ઉપરોક્ત અર્થનું જ બાધક છે (ખંડન કરે છે) તથા શંકાકાર દ્વારા નહિ કહેલા પ્રકૃતાર્થના વિપક્ષભૂત આ વક્ષ્યમાણ (કથન કરતાં) કથંચિત્ નિત્ય-અનિત્યાત્મક અભેદ અર્થનું સાધક
અત્રે યાદ રાખવું કે અભેદનું સાધક કહ્યું છે અર્થાત્ દ્રવ્ય અભેદ છે તેમાં ભેદ ઉપજાવીને કહેવાય છે, ભિન્ન પ્રદેશરૂપ વાસ્તવિક નહિ અને બીજું, પ્રસ્તુત ઉદાહરણથી જ અભેદ દ્રવ્ય સાબિત થાય છે. કારણ કે જે તરંગ = કલ્લોલ છે તે સમુદ્રના જ બનેલા છે અર્થાત્ તે સમુદ્ર જ તે રૂપે પરિણમેલ છે અર્થાત્ તે સમુદ્ર જ છે; આવું અભેદ સ્વરૂપ છે દ્રવ્યનું.
Page #43
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
ભાવાર્થ : - “શંકાકારના કથનાનુસાર ગુણોને અને વસ્તુને (દ્રવ્યને) સર્વથા નિત્ય તથા ઉત્પાદવ્યયને સર્વથા અનિત્ય માનવા ઠીક નથી, કારણ કે, એ સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે જે સમુદ્ર અને કલ્લોલોનું દષ્ટાંત આપ્યું તે શંકાકારના ઉપર કહેલા પક્ષનું સાધક ન થતાં વિના કહ્યું જ ઉપરોક્ત પક્ષના (શંકાકારના પક્ષના) વિપક્ષનું એટલે – જૈન સિદ્ધાંતાનુસાર માનેલા કથંચિત્ અભેદાત્મક પક્ષનું સાધક છે, આગળ એ જ અર્થનો ખુલાસો કરે છે –
અથવા કોઈ દ્રવ્યને ઘંટીના જેવું સમજતું હોય, જેમ કે ઘંટીમાં નીચેનો ભાગ સ્થિર અને ઉપરનો ભાગ ફરતો હોય છે, તો દ્રવ્યમાં જૈન સિદ્ધાંતાનુસાર આવી વ્યવસ્થા પણ નથી એ પણ આ ગાથાથી સિદ્ધ થાય છે.
ગાથા ૨૧૩: અન્વયાર્થ:- “તરંગમાળાઓથી વ્યાપ્ત સમુદ્રની માફક નિશ્ચયથી કોઈ પણ ગુણનાં પરિણામોથી અર્થાત્ પર્યાયોથી સત્ની અભિન્નતા હોવાથી તે સત્નો પોતાનાં પરિણામોથી કાંઈ પણ ભેદ નથી.”
અર્થાત્ જે પર્યાય છે તે દ્રવ્યનું વર્તમાન જ હોવાથી દ્રવ્યનું જ બનેલ હોવાથી (તરંગમાં સમુદ્ર જ હોવાથી) વાસ્તવમાં (ખરેખર) કોઈ ભેદ નથી પણ ભેદનયથી ભેદ કહેવામાં આવે છે, તેથી તેને કથંચિત્ ભેદભેદ પણ કહેવાય છે.
ભાવાર્થ :- “કારણ કે, જેવી રીતે તરંગોના સમૂહોને છોડતાં સમુદ્ર કોઈ ભિન્ન વસ્તુ સિદ્ધ થઈ શકતો નથી તેવી રીતે પોતાનાં ત્રિકાલવર્તી પરિણામોને છોડતાં ગુણ તથા દ્રવ્ય પણ કોઈ ભિન્ન વસ્તુ સિદ્ધ થઈ શકતા નથી.” અર્થાત્ પર્યાયમાં જ દ્રવ્ય છુપાયેલ છે, દ્રવ્ય પર્યાયથી વાસ્તવિક ભિન્ન પ્રદેશી નથી.
ગાથા ૨૧૪ : અન્વયાર્થ :- “પરંતુ જે સમુદ્ર છે તે જ તરંગમાળાઓ થાય છે, કારણ કે તે સમુદ્ર પોતે જ તરંગરૂપથી પરિણમન કરે છે.” અર્થાત્ દ્રવ્ય જ (અવ્યક્ત જ) પર્યાયરૂપે (વ્યક્તરૂપે) વ્યક્ત થાય છે, પરિણમન કરે છે.
ગાથા ૨૧૫ : અન્વયાર્થ :- “તેથી સત્ એ પોતે જ ઉત્પાદ છે તથા એ સત્ જ ધ્રૌવ્ય છે તથા વ્યય પણ છે. કારણ કે સત્ (દ્રવ્ય)થી જુદું કોઈ એ ઉત્પાદ અથવા વ્યય અથવા ધ્રૌવ્ય કોઈ નથી.”
દ્રવ્ય-ગુણ-પર્યાય અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ વ્યવસ્થા સમજવા માટે આ ગાથાનો મર્મ સમજવો અત્યંત આવશ્યક છે કે, વાસ્તવમાં દ્રવ્ય અભેદ છે, ભેદ માત્ર સમજાવવા માટે જ છે, વ્યવહાર માત્ર જ છે.
ગાથા ૨૧૬ : અન્વયાર્થ :- “અથવા શુદ્ધતાને વિષય કરવાવાળા નયની અપેક્ષાએ ઉત્પાદ પણ નથી, વ્યય પણ નથી તથા ધ્રૌવ્ય, ગુણ અને પર્યાય એ પણ નથી પરંતુ કેવળ એક સત્ જ છે.”
Page #44
--------------------------------------------------------------------------
________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
૩૯
અર્થાત્ શુદ્ધનયથી એકમાત્ર પંચમભાવરૂપ = પરમ પારિણામિકભાવરૂપ સત્ જ છે, તે તેવું ને તેવું જ પરિણમે છે, જે આપણે આગળ જોઈશું.
ભાવાર્થ :- “અથવા શુદ્ધ દ્રવ્યાયાર્થિક નયની અપેક્ષાએ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, ગુણ અને પર્યાય વગેરે કાંઈ પણ નથી. કેવળ સર્વના સમુદાયરૂપ એક સત્ જ પદાર્થ છે (આ કથન વાસ્તવિકતારૂપ = અભેદનયનું છે અને તે જ કાર્યકારી છે માટે ભેદરૂપ વ્યવહારમાં રમવા જેવું નથી પરંતુ અભેદરૂપ વસ્તુમાં જ ઠરવા જેવું છે, જે આપણે આગળ ઉપર જોઈશું). કારણ કે, જેટલી કોઈ ભેદવિવેક્ષા છે તે બધી પર્યાયાર્થિક નયની અપેક્ષાથી જ કલ્પિત કરવામાં આવે છે. (અર્થાત્ વાસ્તવિક સ્વરૂપ તો માત્ર અભેદ જ છે બાકી બધી માત્ર કલ્પના જ છે). શુદ્ધ દ્રવ્યાયાર્થિક નય, કોઈ પણ પ્રકારના ભેદને વિય કરતો નથી તેથી શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી નિરંતર સર્વ અવસ્થાઓમાં સત્ જ પ્રતીતિમાન થાય છે (અર્થાત્ સર્વ અવસ્થાઓમાં = પર્યાયમાં એકમાત્ર પંચમભાવરૂપ = પરમ પરિણામિકભાવરૂપ સત્ જ પ્રતીતિમાન થાય છે) પણ ઉત્પાદ-વ્યયાદિક નહિ. તેનું સ્પષ્ટીકરણ –'
ગાથા ૨૧૭ : અન્વયાર્થ:- “સારાંશ એ છે કે જો ભેદ હોય છે અર્થાત્ જે સમય ભેદ વિવક્ષિત થાય છે તે સમય નિશ્ચયથી એ ઉત્પાદાદિ ત્રણે પ્રતીત થવા લાગે છે તથા જે સમય તે ભેદ મૂળથી જ વિવક્ષિત કરવામાં આવતો નથી તે સમય એ ત્રણે (ભેદો) પણ પ્રતીત થતા નથી.”
ભાવાર્થ :- “ઉપરના કથનનો સારાંશ એ છે કે, પદાર્થ સામાન્ય વિશેષાત્મક છે અને બંને નય (દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક) પદાર્થના સામાન્ય, વિશેષ ધર્મોમાંથી પરસ્પર સાપેક્ષ કોઈ એક ધર્મને મુખ્યપણે તથા બીજા ધર્મને ગૌણપણે વિષય કરે છે એટલા માટે દ્રવ્યાર્થિક ચક્ષુવાળાને જ્યાં પ્રમાણરૂપ દ્રવ્ય, માત્ર સામાન્યરૂપ જ જણાય છે ત્યાં પર્યાયાર્થિક ચક્ષુવાળાને તે પ્રમાણરૂપ દ્રવ્ય માત્ર પર્યાયરૂપ જ જણાય છે અને પ્રમાણચક્ષુથી જોવામાં આવતા તે જ પ્રમાણરૂપદ્રવ્ય, ઉભયરૂપ અર્થાત્ દ્રવ્ય-પર્યાયસ્વરૂપ જણાય છે; તેથી સમજવાનું એ છે કે જૈન સિદ્ધાંતમાં બધું જ વિવક્ષાવશ અર્થાત્ અપેક્ષાએ કહેવાય છે નહિ કે એકાંતે, તેથી
જ્યારે એમ પ્રશ્ન થાય કે પર્યાય શેનો બનેલો છે ? અને ઉત્તર - દ્રવ્યની = ધ્રૌવ્યની, એમ આપવામાં આવે તો જૈન સિદ્ધાંત નહિ સમજવાવાળાને લાગે છે કે વળી પર્યાયમાં દ્રવ્ય ક્યાંથી આવી ગયું ? અરે ભાઈ! પર્યાય છે તે દ્રવ્યનું જ વર્તમાન છે અને કોઈ પણ વર્તમાન તે દ્રવ્યનું જ બનેલું હોય ને! દષ્ટાંત : જેમ સમુદ્રનાં મોજાં શેનાં બનેલાં છે ? તો કહેવું પડશે કે પાણીના અર્થાત્ સમુદ્રના અને માટીનો ઘડો શેનો બનેલો છે ? તો કહેવું પડશે કે માટીનો, તેવી જ રીતે સોનાના કુંડલાદિક આકારો રૂપ પર્યાયો શેના બનેલાં છે ? તો કહેવું પડશે કે સોનાના; હવે પૂછીએ કે શેયાકારરૂપ પર્યાયો શેના બનેલા છે? તો કહેવું પડશે કે જ્ઞાનના અને તે જ્ઞાન સામાન્ય જ જ્ઞાયક છે. આવી જ દ્રવ્ય-પર્યાયરૂપ વસ્તુવ્યવસ્થા છે કે જે સમજ્યા વગર મિથ્યાત્વનો દોષ ઊભો જ રહેવાનો છે, તેથી જ આ વસ્તુવ્યવસ્થા સૌપ્રથમ સ્પષ્ટ સમજવી અત્યંત આવશ્યક છે.) એટલા
Page #45
--------------------------------------------------------------------------
________________
૪૦
સમ્યગ્દર્શનની રીત
માટે જે વેળા ભેદ વિવક્ષિત થાય છે તે વેળા અભેદ ગૌણ થઈ જવાથી ઉત્પાદાદિક ત્રણે પ્રતીત થવા લાગે છે, તેથી જે વેળા દ્રવ્યાર્થિક નય દ્વારા અભેદતા વિવક્ષિત થાય છે તે સમયે ભેદ ગૌણ થઈ જવાથી ઉત્પાદાદિક ત્રણેમાંથી કોઈની પ્રતીતિ થતી નથી, પણ માત્ર એક સત્ જ સત્ પ્રતીતિમાન થાય છે.’’
જૈન સિદ્ધાંતમાં ત્રિકાળી ધ્રુવરૂપ વસ્તુ અથવા પર્યાયરહિતનું દ્રવ્ય લક્ષમાં લેવાની આવી છે રીત. કારણ અભેદ દ્રવ્યમાંથી કાંઈ પણ કાઢવું હોય તો તે માત્ર પ્રજ્ઞાથી = બુદ્ધિથી જ (લક્ષ કરવાથી – મુખ્યગૌણ કરવાથી જ) કાઢી શકાય છે અન્યથા નહિ, જે આપણે આગળ ઉપર વિચારીશું.
આગળ શંકાકાર નવી શંકા કરે છે –
ગાથા ૨૧૮ : અન્વયાર્થ :- ‘શંકાકારનું કહેવું એમ છે કે, નિશ્ચયથી ઉત્પાદ અને વ્યય એ બન્ને જ અંશસ્વરૂપ ભલે હોય, પરંતુ ત્રિકાલગોચર જે ધ્રૌવ્ય છે તે કેવી રીતે અંશાત્મક થશે ? જો એમ કહો તો-’’ આ શંકાનું સમાધાન :
:
ગાથા ૨૧૯ : અન્વયાર્થ :- ‘‘એમ કહેવું એ ઠીક નથી, કારણ કે વાસ્તવમાં એ ત્રણે અંશો સ્વયં સત્ જ છે પરંતુ સત્તા નથી, કારણ કે, અહીં સત્ એ અર્થાન્તરોની માફક એક એક થઈને અનેક છે, એમ નથી.''
ભાવાર્થ :- ‘ઉપરની શંકા ઠીક નથી, કારણ કે જૈન સિદ્ધાંતમાં સના ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ અંશ માન્યા નથી, પરંતુ સત્ પોતે જ ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક માન્યું છે (અર્થાત્ દ્રવ્યને એક, અખંડ, અભેદરૂપ જ માન્યું છે જે વાસ્તવિકતા છે અને તે પોતે જ ઉત્પાદવ્યયરૂપ થાય છે). ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય – એ ત્રણે પ્રત્યેક જુદા જુદા પદાર્થોની માફક મળીને અનેક નથી, પરંતુ વિવક્ષાવશ જ (અર્થાત્ ભેદનયે કરી અથવા મુખ્ય-ગૌણ કરી) એ ત્રણે ભિન્ન-ભિન્ન રૂપથી પ્રતીત થાય છે.'' તેનું સ્પષ્ટીકરણ :
ગાથા ૨૨૦ : અન્વયાર્થ :- ‘‘આ વિષયમાં આ ઉદાહરણ છે કે, અહીં જો ઉત્પાદરૂપથી પરિણત સત્ જે સમયે ઉત્પાદ દ્વારા લક્ષમાણ થાય છે તે સમયે વસ્તુને કેવળ ઉત્પાદ માત્ર કહેવામાં આવે છે. ભાવાર્થ :- ‘પદાર્થ અનંત ધર્માત્મક છે, શબ્દ વા નયાત્મક જ્ઞાનના અંશ દ્વારા તેના સંપૂર્ણ ધર્મો વિષયભૂત થઈ શકતા નથી, તેથી એ અનંત ધર્મોમાં જે જ્ઞાનાંશ વા શબ્દ દ્વારા જે કોઈ પણ એક ધર્મ વિષયભૂત થાય છે તે જ્ઞાનાંશ વા શબ્દ દ્વારા (અર્થાત્ પ્રજ્ઞા = બુદ્ધિ દ્વારા) વસ્તુ તે સમયે કેવળ તે જ ધર્મમય જાણવામાં આવે છે વા કહેવામાં આવે છે (જેમ કે આત્માને જ્ઞાનમાત્ર કહેતાં તેનો માત્ર જ્ઞાનગુણ જ લક્ષમાં નથી લેવાનો પણ પૂર્ણ વસ્તુ યાને કે પૂર્ણ આત્મા જ, જ્ઞાનમાત્ર કહેતા ગ્રહણ કરવો), એ ન્યાયાનુસાર જે સમયે નવિન નવિન રૂપથી પરિણત સત્ ઉત્પાદરૂપ, જ્ઞાન તથા શબ્દ દ્વારા વિવક્ષિત થાય છે તે સમયે તે સત્ કેવળ ઉત્પાદ માત્ર કહેવામાં આવે છે.’’
Page #46
--------------------------------------------------------------------------
________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
ત્યાં કોઈ એમ કહે કે ધ્રુવ તો ઉત્પાદ-વ્યયથી અલગ હોવો જ જોઈએ અથવા રાખવો જ જોઈએ, દ્રવ્યને કેવળ ઉત્પાદ માત્ર કેમ કહો છો ? તો ઉત્તર એ છે કે વસ્તુના (સન્ના) એક અંશને લક્ષમાં લઈને અર્થાત્ મુખ્ય કરીને કથન કરવામાં આવે તો બાકીના તમામ અંશો તેમાં જ અંતરગર્ભિત થઈ જાય છે, અર્થાત્ એકને મુખ્ય કરતાં બાકીના બધા આપમેળે જ અત્યંત ગૌણ થઈ જાય છે અને તે મુખ્ય અંશથી જ પૂર્ણ વસ્તુનો વ્યવહાર થાય છે અર્થાત્ પ્રતિપાદન, પ્રસ્તુતિ થાય છે, ત્યાં પ્રતિપાદન અન્ય અંશોને છોડીને એક અંશનું નથી થતું, પરંતુ એક અંશને મુખ્ય અને અન્યોને ગૌણ કરીને થાય છે અને આ જ જૈન સિદ્ધાંતની પ્રતિપાદનની શૈલી છે કે જેને સ્યાદ્વાદ કહેવાય છે કે જે જૈન સિદ્ધાંતનો પ્રાણ છે.
ગાથા ૨૨૧ : અન્વયાર્થ :- “અથવા જે સમય અહીં વ્યયરૂપથી પરિણત તે સત્ કેવળ વ્યય દ્વારા નિશ્ચયરૂપથી લક્ષ્યમાણ થાય છે, તે સમયે તે જ સત્ નિશ્ચયથી કેવળ વ્યય માત્ર શું નહિ થાય ? અવશ્ય થશે”
ગાથા રરર : અન્વયા :- “અથવા જે સમય ધ્રૌવ્યરૂપથી પરિણત સત્ (કેવળ) ધ્રૌવ્ય દ્વારા લક્ષ્યમાણ થાય છે તે સમય ઉત્પાદત્રયની માફક તે જ એ સત્ બ્રૌવ્ય માત્ર છે એવું જ પ્રતીત થાય છે.”
અર્થાત્ પૂર્વે જણાવ્યા અનુસાર દ્રવ્યાર્થિક ચક્ષુવાળાને જ્યાં પ્રમાણરૂપ દ્રવ્ય, માત્ર સામાન્યરૂપ જ જણાય છે અર્થાત્ ધૃવરૂપ જ જણાય છે ત્યાં પર્યાયાર્થિક ચક્ષુવાળાને તે જ પ્રમાણરૂપ દ્રવ્ય માત્ર પર્યાયરૂપ જ જણાય છે અર્થાત્ ઉત્પાદ-વ્યયરૂપ જ જણાય છે અને પ્રમાણચક્ષુથી જોવામાં આવતા તે જ પ્રમાણરૂપ દ્રવ્ય, ઉભયરૂપ અર્થાત્ દ્રવ્ય-પર્યાયસ્વરૂપ જણાય છે અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ જણાય છે; તેથી સમજવાનું એ છે કે જૈન સિદ્ધાંતમાં દરેક કથન વિવક્ષાવશ જ અર્થાત્ અપેક્ષાએ જ કહેવાય છે નહિ કે એકાંતે, તેથી જ્યારે એમ પ્રશ્ન થાય કે પર્યાય શેનો બનેલો છે ? અને ઉત્તર – દ્રવ્યનો = ધ્રૌવ્યનો, એમ આપવામાં આવે તો જૈન સિદ્ધાંત નહિ સમજવાવાળાને લાગે છે કે વળી પર્યાયમાં દ્રવ્ય ક્યાંથી આવી ગયું ? અરે ભાઈ! પર્યાય છે તે દ્રવ્યનું જ વર્તમાન છે અને કોઈ પણ વર્તમાન તે દ્રવ્યનું જ બનેલું હોય ને ! આવું છે જૈન સિદ્ધાંત અનુસાર ત્રિકાળી ધ્રુવ વસ્તુનું સ્વરૂપ, અન્યથા નહિ, અન્યથા લેતાં તે જિનમતબાહ્ય છે. દષ્ટાંત –
ગાથા ૨૨૩ : અન્વયાર્થ:- “આ વિષયમાં ઉદાહરણ આ છે કે, અહીં માટીરૂપ દ્રવ્ય, સતાત્મક ઘટ દ્વારા લક્ષ્યમાણ થતું કેવળ ઘટરૂપ જ કહેવામાં આવે છે તથા ત્યાં જ અસતાત્મક પિંડરૂપ દ્વારા લક્ષ્યમાણ થતું કેવળ પિંડરૂપ જ કહેવામાં આવે છે. અને હવે માટીરૂપ (ધૂવરૂપ) જણાવે છે.
ગાથા ૨૨૪ : અન્વયાર્થ :- “અથવા તે માટીરૂપ દ્રવ્ય જે અહીં કેવલ કૃતિકાપણાથી લક્ષ્યમાણ થાય છે તો તે માટી જ કહેવામાં આવે છે, એ પ્રમાણે એક સન્ના જ ઉત્પાદાદિક ત્રણે એ સભા અંશ
છે.'
Page #47
--------------------------------------------------------------------------
________________
જર
સમ્યગ્દર્શનની રીત
આ રીતથી એક અભેદ સરૂપ વસ્તુને અલગ અલગ વિવેક્ષાઓથી જોતાં તે પૂર્ણ વસ્તુ જ તે સ્વરૂપ કહેવાય છે; જેમ કે ઘટને માત્ર માટીરૂપ અર્થાત્ ત્રિકાળી ધૃવરૂપ જોતાં તે પૂર્ણ વસ્તુ (ઘટ) માત્ર માટીરૂપ જ જણાય છે, અર્થાત્ તેમાંથી ઘટત્વ અથવા તો પિંડત્વ કાઢી નાખવું નથી પડતું, તે આપોઆપ જ માટીત્વમાં અંતભૂત થઈ જાય છે, અત્યંત ગૌણ થઈ જાય છે અને આ જ રીત છે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને દ્રવ્યદષ્ટિથી નિહાળવાની અન્ય રીત નથી તે જ આગળ જણાવે છે.
ગાથા ૨૨૫ : અન્વયાર્થ :- “પરંતુ વૃક્ષમાં ફળ, ફૂલ તથા પત્રની માફક કોઈ અંશરૂપ એક ભાગથી સન્ન ઉત્પાદ અથવા સંહાર અર્થાત્ વ્યય તથા ધ્રૌવ્ય નથી.”
અર્થાત્ વાસ્તવમાં દ્રવ્યમાં ધ્રુવ અને પર્યાય એવા બે ભાગ નથી અને એના ક્ષેત્રભેદ (ભિન્ન પ્રદેશ) પણ નથી, પરંતુ એક જ વસ્તુને અપેક્ષાએ – ભેદનયથી તેમ કહેવાય છે.
ભાવાર્થ :- “પરંતુ જે પ્રમાણે વૃક્ષમાં ફળ, ફૂલ તથા પત્ર વગેરે ભિન્ન ભિન્ન અંશોથી રહે છે અને તે વૃક્ષ પણ તેના સંયોગથી ફળ-ફૂલ-પત્રાદિવાળું કહેવામાં આવે છે, તે પ્રમાણે સત્ના કોઈ એક અંશથી જુદા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય નથી તથા ન તો જુદા જુદા અંશાત્મક ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી, દ્રવ્ય ઉત્પાદવ્યય-ધ્રૌવ્યવાળું જ કહેવાય છે. તેથી શંકાકારનું, ‘ઉત્પાદવ્યયને અંશાત્મક માનવા અને ધ્રૌવ્યને અંશાત્મક ન માનવો’ એ કથન (શંકા) ઠીક નથી”
હવે શંકાકાર શંકા કરે છે કે, “ઉત્પાદાદિક ત્રણે અંશોના હોય છે કે અંશીના (દ્રવ્યના = સન્ના) હોય છે ? તથા એ ત્રણે સતાત્મક અંશ છે કે જુદા અસતાત્મક અંશ છે ? તેનું સમાધાન આપે છે :
ગાથા ૨૨૭: અન્વયાર્થ :- “એમ કહેવું ઠીક નથી, કારણ કે જૈન સિદ્ધાંતમાં નિશ્ચયથી અનેકાંત જ બળવાન છે પણ સર્વથા એકાંત બળવાન નથી. માટે અનેકાંતપૂર્વક બધાંય કથન અવિરુદ્ધ હોય છે તથા અનેકાંત વિના બધાય કથન વિરુદ્ધ થઈ જાય છે.”
અર્થાત્ ક્યારેય કોઈએ માત્ર શબ્દોને પકડીને એકાંત અર્થન કાઢવો જોઈએ, કારણ કે જૈન સિદ્ધાંતમાં દરેક શબ્દ - દરેક વાક્ય કોઈ ને કોઈ અપેક્ષા વગર નથી હોતો, તેથી કરીને તે શબ્દો અથવા વાક્યોને, તે તે અપેક્ષા પ્રમાણે સમજીને ગ્રહણ કરવા આવશ્યક છે. એકાંત ગ્રહણ ન કરતાં, અનેકાંત સ્વરૂપ જૈન સિદ્ધાંત અનુસાર જ અર્થ સમજવા યોગ્ય છે, અન્યથા એકાંતના દોષથી મિથ્યાત્વનો દોષ જરૂર જ આવે છે કે જે અનંત ભવભ્રમણ વધારવા શક્તિમાન છે અને તેથી જ એકાંત ગ્રહણ અને એકાંતના આગ્રહથી બચીને પ્રસ્તુત કોઈ પણ વિધાનને, અનેકાંત સ્વરૂપ સમજાવ્યા અનુસાર ગ્રહણ કરીને ત્વરાથી સંસારથી મુક્ત થવા યોગ્ય છે અર્થાત્ ત્વરાએ મોક્ષમાર્ગ પર ચાલવા અનેકાંત જ સહાયભૂત થવા યોગ્ય છે.
ગાથા ૨૨૮ : અન્વયાર્થ :- “અહીં કેવલ અંશોના ન ઉત્પાદ તથા ન વ્યય તથા ન ધ્રૌવ્ય થાય છે તથા અંશીના પણ એ ઉત્પાદાદિ ત્રણે થતા નથી, પરંતુ નિશ્ચયથી અંશથી યુક્ત અંશીના એ ઉત્પાદાદિક
Page #48
--------------------------------------------------------------------------
________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
ત્રણે થાય છે.”
અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ દ્રવ્ય કહ્યું છે તે પૂર્ણ અભેદ છે અને તે અભેદરૂપ જ પરિણમે છે અને તે પૂર્ણ દ્રવ્ય જ ઉત્પાદાદિક રૂપ થાય છે, તેમાં કોઈ અંશરૂપ વિભાગો નથી, તે માત્ર અપેક્ષાએ કહેવાય
ગાથા ર૨૯ : ભાવાર્થ :- “શંકાકારનું કહેવું એમ છે કે, શબ્દ વા અર્થદષ્ટિએ ઉત્પાદાદિ એક પદાર્થમાં બની શકે છે તેમ ધ્રૌવ્ય અને ઉત્પાદ-વ્યય કોઈ એક પદાર્થમાં સિદ્ધ થઈ શકતા નથી, કારણ કે ઉત્પાદ-વ્યય અનિત્યપણાના સાધક છે તથા ધ્રૌવ્ય નિત્યપણાનો સાધક છે, તેથી ધ્રૌવ્ય અને ઉત્પાદવ્યય એ બંને પરસ્પર વિરોધી હોવાથી તેને એક પદાર્થના માનવા એ પ્રત્યક્ષબાધિત છે.” તેનું સમાધાન –
ગાથા ર૩૦-૩૧ : અન્વયાર્થ:- “(ધ્રૌવ્ય અને ઉત્પાદ-વ્યય પરસ્પર વિરોધી છે તે વાત) ઠીક છે, પરંતુ જે નિશ્ચયથી એ ત્રણેને ક્ષણભેદ અર્થાત્ ભિન્ન ભિન્ન સમય હોય તો અથવા નિશ્ચયથી સત્ પોતે જ નાશ પામતું હોત (અર્થાત્ સત્ પરિવર્તિત ન થતાં નાશ પામતું હોત) તથા સત્ પોતે જ ઉત્પન્ન થતું હોત (અર્થાત્ સત્ પરિવર્તિત ન થતાં નાશ થઈ નવું ઉત્પન્ન થતું હોત), તો પરસ્પર વિરુદ્ધ કથન થાત. પરંતુ એ ઉત્પાદાદિક ત્રણેનો ક્ષણભેદ અથવા સ્વયં સનું જ નાશ પામવું કે ઉત્પન્ન થવું તે કોઈ પણ ઠેકાણે કોઈ હેતુથી કંઈ પણ, કોઈનું પણ, કોઈ પણ પ્રકારથી થતું નથી, કારણ કે આ ઠેકાણે તેનું દષ્ટાંત પણ નહિ મળવાથી, તેના સાધક પ્રમાણનો અભાવ છે.”
ગાથા ર૩૮ : અન્વયાર્થ:- “ચાયબળથી એ સિદ્ધ થયું કે એ ત્રણે (ઉત્પાદ-વ્યય-ધ્રુવ) એક કાળવર્તી છે, કારણ કે જે વૃક્ષપણું છે તે જ અંકુરરૂપથી ઉત્પન્ન અને બીજરૂપથી નષ્ટ થવાવાળું છે.”
અર્થાત્ પૂર્ણ દ્રવ્ય જ એક પર્યાયથી નષ્ટ થઈ બીજા પર્યાયરૂપમાં પરિવર્તિત થતું રહે છે અને તેથી જ તેને ધ્રુવ કહેવાય છે. જ્યારે પૂર્વ પર્યાયને વ્યયરૂપ અને વર્તમાન પર્યાયને ઉત્પાદરૂપ કહેવાય છે. અર્થાત્ તે દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ કોઈ અલગ અંશ નથી માત્ર વસ્તુ-વ્યવસ્થા સમજાવવા માટે ભેદ પાડીને જણાવેલ છે કે, જે કોઈ દ્રવ્ય છે તે દ્રવે છે, અર્થાત્ પરિણમે છે, અર્થાત્ પરિવર્તિત થતું રહે છે, અને તે પરિવર્તિત થતાં દ્રવ્યને ધ્રુવ કહેવાય છે જ્યારે એનાં પરિણામને - અવસ્થાને પર્યાય (ઉત્પાદ-વ્યય)રૂપ કહેવાય છે.
ગાથા ૨૪૩: અન્વયાર્થ :- “પ્રકૃત કથનમાં એમ માનવામાં આવ્યું છે કે, સને કોઈ અન્ય (પૂર્વ) પર્યાયથી વિનાશ તથા કોઈ અન્ય (વર્તમાન) પર્યાયથી ઉત્પાદ તથા એ બંનેથી ભિન્ન કોઈ સદશ પર્યાયથી (દ્રવ્ય સામાન્યરૂપ કે જેના બન્ને પર્યાયો બનેલા છે અને જે સામાન્યરૂપ હોવાથી એવું ને એવું જ ઊપજે છે તેથી તેને સદેશ-પર્યાયરૂપ = પરમ પરિણામિક ભાવરૂપ કહેવાય છે) ધ્રૌવ્ય હોય છે. હવે આનું જ ઉદાહરણ જણાવે છે :
Page #49
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
ગાથા ૨૪૪ : અન્વયાર્થ :- “અહીં ઉદાહરણ વૃક્ષની માફક છે કે, જેમ તે વૃક્ષ સતાત્મક અંકુરરૂપથી પોતે જ (એટલે વૃક્ષ પોતે જ અર્થાત્ દ્રવ્ય પોતે જ) ઉત્પન્ન છે બીજરૂપથી નષ્ટ છે (પૂર્વ પર્યાયથી નષ્ટ કહેવાય છે) તથા બન્ને અવસ્થાઓમાં વૃક્ષપણાથી ધ્રૌવ્ય (અર્થાત્ સમજવાનું એ છે કે વૃક્ષરૂપ ધ્રૌવ્ય કોઈ પર્યાયથી ભિન્ન અપરિણામી વિભાગ નથી, પરંતુ જે પર્યાય છે તે વિશેષ છે અને તેનું જ સામાન્ય અર્થાત્ તે જેની બનેલી છે તેને જ ધ્રૌવ્ય કહેવાય છે અર્થાત્ અન્ય કોઈ અપરિણામી ધ્રૌવ્ય જુદું નથી, તે ખાસ સમજવાનું છે કે, તે દ્રવ્ય જ છે કે જેની પર્યાય બનેલી છે, તે દ્રવ્યપણાથી ધ્રૌવ્ય) એમ પણ છે અર્થાત્ વૃક્ષમાં (એટલે દ્રવ્યમાં) જુદી-જુદી અપેક્ષાએ એ ત્રણે (બીજ, અંકુર અને વૃક્ષપણું અર્થાત્ વ્યય, ઉત્પાદ અને ધ્રૌવ્યપણું) એક સમયમાં હોય છે.” આવુ છે જૈન સિદ્ધાંત અનુસાર વસ્તુનું સ્વરૂપ કે જે દરેક મોક્ષેચ્છુએ સ્વીકાર કરવું જ પડશે.
ભાવાર્થ :- “..બીજ નાં અભાવ વા અંકુરના ઉત્પાદરૂપ બન્ને અવસ્થાઓમાં સામાન્યપણે વૃક્ષત્વ મોજુદ છે....” એટલે સમજવાનું એ છે કે વિશેષરૂપ અવસ્થાઓ (પર્યાયો) સામાન્યરૂપ (દ્રવ્ય) ની જ બનેલ છે.
ગાથા ૨૪૬ : અન્વયાર્થ:- “જે કારણથી ઉત્પાદ અને વ્યય એ બન્નેનો આત્મા સ્વયં સત, એ જ છે (અર્થાત્ ઉત્પાદ, વ્યયરૂપ પર્યાય સત્ રૂપ દ્રવ્યની જ બનેલ છે કે જેને સામાન્ય રૂ૫ ધ્રૌવ્ય કહેવાય છે.) એટલા માટે એ બન્ને તથા વસ્તુ અર્થાત્ ધ્રૌવ્ય એ ત્રણે સત્ જ છે, સથી અન્ય નથી અર્થાત્ ભિન્ન નથી (ભિન્ન પ્રદેશી નથી)''વાસ્તવમાં વસ્તુ અભેદ હોવાથી જ આવી વસ્તુવ્યવસ્થા ઘટિત થાય છે. હવે સારાંશ
ગાથા ૨૪૭ : અન્વયાર્થ:- “પર્યાયાર્થિકનયની અપેક્ષાએ ઉત્પાદ છે, વ્યય છે તથા ધ્રૌવ્ય છે પરંતુ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ ન ઉત્પાદ છે, ન વ્યય છે તથા ન ધ્રૌવ્ય છે.”
તેથી કરીને અમે જ્યારે દ્રવ્ય-પર્યાય સ્વરૂપ વસ્તુનું એટલે કે પ્રમાણરૂપ દ્રવ્યને માત્ર દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ ત્રિકાળી ધ્રુવ કહીએ છીએ ત્યારે કોઈને પ્રશ્ન થશે કે, આમાં પ્રમાણનું દ્રવ્ય કેમ લેવામાં આવે છે? તો તેનો ઉત્તર એ છે કે, જેવી આપની દષ્ટિ હશે, તેવું જ દ્રવ્ય આપને દેખાશે, અર્થાત્ જે દ્રવ્યને પ્રમાણદષ્ટિથી જુએ છે તેને તે દ્રવ્ય = વસ્તુ પ્રમાણરૂપ દેખાશે, જે પર્યાયદષ્ટિથી જુએ તેને તે દ્રવ્ય માત્ર પર્યાયરૂપ જણાશે અને તે જ પ્રમાણના દ્રવ્યને જો દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી નીરખવામાં આવે તો તે પૂર્ણ વસ્તુ (પૂર્ણ દ્રવ્ય) માત્ર ત્રિકાળી ધૃવરૂપ જ જણાશે કે જે પર્યાયથી નિરપેક્ષરૂપ સામાન્યમાત્ર જ છે; આ જ જૈન સિદ્ધાંતની અભૂતતા છે, કમાલ છે અને આ જ રીત છે પર્યાય રહિત દ્રવ્ય પામવાની. તેથી કરીને સર્વે જનોને અમારો અનુરોધ છે કે સૌપ્રથમ આપ જેમ છે તેમ' વસ્તુવ્યવસ્થા સમજશો એટલે આપના પ્રશ્નનો ઉત્તર, આપને આપોઆપ જ મળી જશે અને તેથી કરીને જ આ વાત આટલી વિસ્તારથી
Page #50
--------------------------------------------------------------------------
________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
૪૫
સમજાવેલ છે અને તેમાં પુનરાવર્તનનો દોષ સેવીને પણ ફરી-ફરી તે જ વાત સ્પષ્ટ કરેલ છે કે, વસ્તુવ્યવસ્થા અને સ્યાદ્વાદ શૈલી સમજ્યા વગર શબ્દો અને વાક્યોના અર્થો સમજવા અત્યંત કઠિન છે અને અનેકાંત સ્વરૂપ વસ્તુવ્યવસ્થા સમજ્યા બાદ તે સાવ સહેલું છે, આ જ વાત આગળ દઢ કરાવે છે.
ગાથા ૨૫૪ : અન્વયાર્થ:- “(ઉત્પાદ-વ્યય) તથા ધ્રૌવ્ય પણ નિયમથી ઉત્પાદ-વ્યય એ બંને વિના થતો નથી, કારણ કે ત્યાં વિશેષના અભાવમાં સતાત્મક સામાન્યનો પણ અભાવ થાય છે. અર્થાત્ ઉત્પાદ-વ્યયરૂપ વિશેષ ધ્રૌવ્યરૂપ સામાન્યનું જ બનેલ છે કે જેથી કરીને એકના અભાવમાં બીજાનો પણ અભાવ હોય છે.
ભાવાર્થ :- “વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે, વિશેષ નિરપેક્ષ સામાન્ય તથા સામાન્ય નિરપેક્ષ વિશેષ એ કોઈ વસ્તુ જ કરતી નથી, ધ્રૌવ્ય સામાન્યરૂપ છે અને ઉત્પાદ-વ્યય વિશેષરૂપ છે. તેથી ઉત્પાદવ્યય વિના ધ્રૌવ્ય પણ બની શકતો નથી, કારણ ઉત્પાદવ્યયાત્મક વિશેષ વિના ધ્રૌવ્યાત્મક સામાન્યની પણ સિદ્ધિ થઈ શકતી નથી. એટલા માટે
ગાથા ૨૫૫ : અન્વયાર્થ:- “એ પ્રમાણે અહીં આગળ ઉત્પાદાદિક ત્રણેની વ્યવસ્થા ઘણી સારી છે, પરંતુ એ ઉત્પાદાદિક ત્રણેમાંથી કોઈ એકના નકારને કહેવાવાળો પોતાના પક્ષનો પણ ઘાતક થાય છે. તેથી કેવળ ઉત્પાદાદિક કેવળ એકની વ્યવસ્થા માનવી ઠીક નથી.”
અત્રે સ્પષ્ટ થાય છે કે અગર કોઈ અભેદ દ્રવ્યમાંથી પર્યાયને કાઢવાનો પ્રયત્ન કરશે અર્થાત્ જેને પર્યાયરહિત દ્રવ્ય ઇષ્ટ હશે તો તેને પૂર્ણ દ્રવ્યનો જ લોપ થઈ જશે અર્થાત્ તે માત્ર ભ્રમમાં જ રહી જશે, તેથી કરીને પર્યાયરહિત દ્રવ્ય કાઢવાની રીત જે ઉપર જણાવેલ છે તેમ દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી અર્થાત્ દ્રવ્યદષ્ટિથી છે, માત્ર દ્રવ્યને જ ધ્યાનમાં લેતા તે પૂર્ણ દ્રવ્ય કે જેને આપ પ્રમાણનું દ્રવ્ય પણ કહી શકો છો, તેવું પૂર્ણ દ્રવ્ય જ માત્ર દ્રવ્યરૂપ અર્થાત્ ધૃવરૂપ જ જણાશે, તેનું જ લક્ષ થશે, માટે પર્યાયરહિત દ્રવ્ય જોઈએ તો તેની રીત આવી જ છે; અન્ય કોઈ રીતે તો દ્રવ્યનો જ અભાવ થઈ જશે અને તે પોતે પોતાના પક્ષનો જ ઘાતક બની માત્ર ભ્રમમાં જ રાચશે.
બીજું, કોઈ વર્તમાન પર્યાયને દષ્ટિના (સમ્યગ્દર્શનના) વિષય માટે બહાર રાખે તો પૂર્ણ દ્રવ્ય જ બહાર થઈ જશે, આવું છે વસ્તુસ્વરૂપ, આવી છે વસ્તુવ્યવસ્થા જૈન સિદ્ધાંતની કે જે અનેકાંતરૂપ છે, એકાંતરૂપ નહિ, આ રીતથી દ્રવ્યને પરિણામી નહીં માનવાવાળાને શું દોષ આવશે ? ઉત્તર –
ગાથા ૨૫૮: અન્વયાર્થ :- “તથા નિશ્ચયથી કેવળ એક ધ્રૌવ્યપક્ષને વિશ્વાસ કરવા-માનવાવાળાને પણ દ્રવ્ય પરિણામી બનશે નહિ તથા તેનું પરિણામીપણું ન હોવાથી તે ધ્રૌવ્ય, ધ્રૌવ્ય પણ રહી શકશે નહિ.”
અત્રે સમજવાનું એ છે કે જે કોઈ ધ્રૌવ્યરૂપ દ્રવ્યને અપરિણામી માનતાં હોય, તો તે તેવું એકાંતે નથી; કેમ કે જે ધ્રૌવ્ય અપરિણામી હોય તો દ્રવ્યનો જ અભાવ થશે અને તેથી ધ્રૌવ્યનો પણ અભાવ જ
Page #51
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
થશે. કારણ કે કોઈ પણ વસ્તુ તેના વર્તમાન વગર ન હોય અર્થાત્ કોઈ પણ દ્રવ્ય (ધ્રૌવ્ય) તેની અવસ્થા (વર્તમાન = પર્યાય) વગર ન જ હોય અને જો એવું કલ્પવામાં આવે, તો તે દ્રવ્યનો (ધ્રૌવ્યનો) જ અભાવ થઈ જશે; તેથી તે ધ્રૌવ્યને જરૂર પરિણામી માનવું પડશે, અને તે પરિણામ(અર્થાત્ ઉપાદાનરૂપ ધ્રૌવ્યનું કાર્ય - તેની અવસ્થા)ને જ ઉત્પાદ-વ્યયરૂપ પર્યાય કહેવાય છે. જ્યારે તેમાં (પર્યાયમાં) રહેલ સામાન્ય ભાવ (અર્થાત્ પર્યાય જેનો બનેલ છે તે ભાવ)ને ધ્રૌવ્ય કહેવાય અને તેનું લક્ષણ છે આ તેવું જ છે અને આ લક્ષણ અપેક્ષાએ તેને અપરિણામી પણ કહેવાય પરંતુ અન્યથા નહિ, અન્યથા સમજતાં તો મિથ્યાત્વનો જ દોષ આવશે. ઉપસંહાર :
ગાથા ર૬૦ : અન્વયાર્થ :- “ઉપરના દોષોના ભયથી તથા પ્રકૃતિ આસ્તિકતાને ઇચ્છાવાળા પુરુષોએ અહીં આગળ ઉત્પાદાદિક ત્રણેનો ઉપર કહેલો અવિનાભાવ જ માનવો જોઈએ.”
અર્થાત્ આ વાત લક્ષમાં લેવા જેવી છે કે, જે કોઈ આ રીતથી વસ્તુવ્યવસ્થા ન માનતાં હોય તેઓને મિથ્યાત્વી જ સમજવાં અર્થાત્ જે કોઈ આત્માર્થી છે તેઓએ અત્રે જણાવેલ વસ્તુવ્યવસ્થાને જ સમ્યક સમજીને અપનાવવી પરમ આવશ્યક છે, અન્યથા મિથ્યાત્વના દોષને કારણે પોતાનો અનંત સંસાર ઊભો જ રહેશે અર્થાત્ અનંત દુ:ખથી છૂટકારો નહિ જ મળે.
બીજું પંચાધ્યાયશાસ્ત્રમાં આ સિવાય પણ આ જ વાતોને પુષ્ટ કરવાવાળી અનેક ગાથાઓ છે, પરંતુ વિસ્તારભયના કારણે હવે આપણે અમુક જ મહત્ત્વની ગાથાઓ જોઈશું; તેથી વિસ્તારરુચિવાળાએ આ શાસ્ત્રનો પૂર્ણપણે અભ્યાસ કરવા જેવો છે.
ગાથા ૩૦૩ : અન્વયાર્થ :- “તેથી જે સત્ વિધિરૂપ (અર્થાત્ અન્વયરૂપ, ધ્રુવરૂપ, સામાન્યરૂપ, દ્રવ્યરૂ૫) અથવા નિષેધરૂપ (અર્થાત્ વ્યતિરેકરૂપ-ઉત્પાદવ્યયરૂપ-વિશેષરૂપ-પર્યાયરૂ૫) પણ કહ્યું છે તે જ સત્ (વસ્તુ = દ્રવ્ય) અહીં પરસ્પરની અપેક્ષાએ કોઈ એકમાં કોઈ બીજો ગર્ભિત થઈ જવાથી કહી શકાય છે. અર્થાત્ પરસ્પર સાપેક્ષ હોવાથી એકબીજામાં ગર્ભિત થઈ જાય છે.”
અર્થાત્ નિષેધરૂપ પર્યાય છે તે વિધિરૂપ ધ્રુવનો જ બનેલ છે અને તેથી કરીને તે બન્ને એકબીજામાં ગર્ભિત થઈ જાય છે અને અપેક્ષા અનુસાર કોઈ એક જ (દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નથી) જણાય છે, જ્યારે પ્રમાણચક્ષુથી ઉભય અર્થાત્ બન્ને જણાય છે.
ભાવાર્થ :- “એ પ્રમાણે વસ્તુ અન્વય-વ્યતિરેકાત્મક સિદ્ધ થવાથી જે સમયે વસ્તુ વિધિરૂપ કહી જાય છે તે સમયે નિષેધરૂપ વિશેષ ધર્મ ગૌણરૂપે એ વિધિમાં ગર્ભિત થઈ જાય છે (અર્થાત્ ધ્રુવમાં પર્યાય ગર્ભિત થઈ જાય છે) એમ સમજવું તથા જે સમયે તે જ વસ્તુ નિષેધરૂપથી વિવક્ષિત થાય છે તે સમયે વિધિરૂપ સામાન્ય પણ એ જ નિષેધમાં ગૌણરૂપથી ગર્ભિત થઈ જાય છે (અર્થાત્ પર્યાયમાં ધ્રુવ ગર્ભિત
Page #52
--------------------------------------------------------------------------
________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
૪૭
થઈ જાય છે અર્થાત્ પર્યાય ધ્રુવનો જ બનેલ છે) એમ સમજવું. કારણ અસ્તિ-નાસ્તિ સર્વથા પૃથક નથી પરંતુ પરસ્પર સાપેક્ષ છે, તેથી વિવક્ષિતની મુખ્યતામાં અવિવક્ષિત ગૌણરૂપથી ગર્ભિત રહે છે.”
જૈન સિદ્ધાંતમાં અભાવ કરવાની આવી રીત છે કે જે મુખ્ય-ગૌણરૂપ વ્યવસ્થા છે, અન્યથા નહિ; તેથી જેને અન્ય રીતનો આગ્રહ છે – પક્ષ છે, તેને નિયમથી મિથ્યાત્વી જાણવો.
ગાથા ૩૦૭ : અન્વયાર્થ :- “સારાંશ એ છે કે, વિધિ જ સ્વયં (અર્થાત્ અન્વય જ સ્વયં, ધ્રુવ જ સ્વયં, સામાન્ય જ સ્વયં, દ્રવ્ય જ સ્વયં) યુક્તિવશાત (અર્થાત્ પર્યાયાર્થિક નયથી, પર્યાયદષ્ટિથી, ભેદદષ્ટિથી) નિશ્ચયથી (અત્રે યાદ રાખવું નિશ્ચયથી જણાવેલ છે) નિષેધરૂપ (અર્થાત્ વ્યતિરેકરૂપ, ઉત્પાદવ્યયરૂપ, વિશેષરૂપ, પર્યાયરૂપ) થઈ જાય છે તથા એ જ પ્રમાણે નિષેધ પણ (અર્થાત્ વ્યતિરેકરૂપ, ઉત્પાદવ્યયરૂપ, વિશેષરૂપ, પર્યાયરૂપ) પોતે જ યુક્તિવશથી (અર્થાત્ દ્રવ્યાર્થિક નયથી, દ્રવ્યદૃષ્ટિથી, અભેદષ્ટિથી) વિધિરૂપ (અર્થાત્ અન્વયરૂપ, ધૃવરૂપ, સામાન્યરૂપ, દ્રવ્યરૂપ) થઈ જાય છે.”
હવે આ ગાથાથી અધિક પ્રમાણ શું જોઈએ વસ્તુવ્યવસ્થા સમજવા માટે. અત્રે એ જ જણાવ્યું છે કે દ્રવ્યદષ્ટિ અથવા પર્યાયદષ્ટિ અનુસાર એક જ વસ્તુ ક્રમે દ્રવ્યરૂપ (ધુવરૂપ) અથવા પર્યાયરૂપ (ઉત્પાદરૂપ, વ્યયરૂપ) જણાય છે, ત્યાં કોઈ ક્ષેત્ર અપેક્ષાએ વિભાગ નથી અને આ જ રીત છે જૈન સિદ્ધાંતની પર્યાયરહિત દ્રવ્યને જોવાની, તેથી જ આચાર્ય ભગવંતે આગળની ગાથામાં કહ્યું છે કે –
ગાથા ૩૦૮ : અન્વયાર્થ:- “એ પ્રમાણે અહીં તત્ત્વને જાણવાવાળા કોઈ પણ જૈન તત્વવેદી એવા હોય છે તે સ્વાદુવાદી કહેવાય છે તથા એનાથી અન્યથા જાણવાવાળા સિંહમાણવક (બિલ્લી = બિલાડીને સિંહ માનવાવાળા) કહેવાય છે.”
ભાવાર્થ :- “એ પ્રમાણે અનેકાંતાત્મક તત્વને વિવફાવશ વિધિ વનિષેધરૂપ જાણવા કોઈ જૈન જ સાચો તત્ત્વજ્ઞાની તથા સ્યાદ્વાદી કહેવાય છે, પણ એથી અન્ય પ્રકારે વસ્તુસ્વરૂપને જાણવાવાળો પુરુષ સાચો તત્ત્વજ્ઞાની વાસ્યાદ્વાદી કહી શકાય નહીં, પરંતુ સિંહમાણવક કહેવાય. અર્થાત્ જેમ બિલાડીને સિંહ કહેવામાં આવે છે પરંતુ વાસ્તવમાં તે સિંહ નથી પણ બિલાડી જ છે, એ જ પ્રમાણે ઉપરોક્ત રૂપે તત્ત્વને ન જાણતાં અન્ય પ્રકારે જાણવાવાળા પુરુષોને પણ ઉપચારથી જ તત્ત્વજ્ઞાની કહી શકાય, પણ વાસ્તવમાં નહિ.”
અર્થાત્ આ વાત લક્ષમાં લેવા જેવી છે કે, જે કોઈ અત્રે જણાવેલ રીતથી વસ્તુવ્યવસ્થાન માનતાં હોય તેઓને નિયમથી મિથ્યાત્વી જ સમજવાં; આગળ પણ આચાર્ય ભગવંત આ જ વસ્તુ-વ્યવસ્થા દઢ કરાવે છે. જેમ કે :
ગાથા ૩૩૧ : ભાવાર્થ :- “તભાવ અને અતદ્ભાવને (પરસ્પર) નિરપેક્ષ માનવાથી પૂર્વોક્ત
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૮
સમ્યગ્દર્શનની રીત
કાર્ય-કારણભાવના અભાવનો પ્રસંગ આવે છે, પરંતુ જો બંનેને (પરસ્પર) સાપેક્ષ માનવામાં આવે તો ""V{XXS' '(આ તેવુંજ છે) ""V{XXS Z'' (આ તેવુંનથી) એ આકારવાળા તભાવ અને અતભાવ પ્રતીતિમાં કાર્ય-કારણ તથા ક્રિયા-કારક એ બધાં સિદ્ધ થઈ જાય છે.’’ સારાંશ કે -
ગાથા ૩૩૨ : અન્વયાર્થ :- ‘‘સારાંશ એ છે કે સત્ અસત્ની માફક તત્ તથા અતત્ પણ વિધિનિષેધરૂપ હોય છે, પરંતુ નિરપેક્ષપણે નથી. કારણ પરસ્પર સાપેક્ષપણે તત્-અતત્ એ બન્ને પણ તત્ત્વ છે.’’ અન્યથા અર્થાત્ નિરપેક્ષપણે તે અતત્ત્વ જ છે તે સમજવું આવશ્યક છે.
ગાથા ૩૩૩ : અન્વયાર્થ : - ‘‘પૂર્વોક્ત કથનનો ખુલાસો આ પ્રમાણે છે કે, જે સમયે કેવળ તત્ની વિધિ મુખ્ય થાય છે તે સમયે કથંચિત્ અપૃથક હોવાના કારણથી અતત્ ગૌણ થઈ જાય છે, તેથી વસ્તુ સામાન્યરૂપે તન્માત્ર કહેવામાં આવે છે.’’ આ જ રીત છે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની પ્રાપ્તિની.
ગાથા ૩૩૪ : અન્વયાર્થ : - ‘‘તથા જે સમયે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ કેવળ અતત્ એ વિવક્ષા કરવા યોગ્ય વિધિ મુખ્ય થાય છે તે સમયે તત્ એ સ્વયં ગૌણ થવાથી અવિવક્ષિત રહે છે, તેથી વસ્તુને અતન્માત્ર કહેવામાં આવે છે.’’
આવું છે જૈન સિદ્ધાંત અનુસાર વસ્તુનું સ્વરૂપ જે સમજ્યા વગર વિકૃત ધારણાઓનો અંત શક્ય જ નથી કે જે મોક્ષમાર્ગના પ્રવેશ અર્થે અત્યંત આવશ્યક છે અર્થાત્ સમ્યગ્દર્શન માટે વિકૃત ધારણાઓનો અંત અને સમ્યક ધારણાનો સ્વીકાર અત્યંત આવશ્યક છે.
ગાથા ૩૩૭ : અન્વયાર્થ :- ‘‘ઠીક છે, પરંતુ નિશ્ચયથી ‘સર્વથા’ એ પદપૂર્વક સર્વ કથન સ્વપરના ઘાત માટે છે, પરંતુ સ્યાપદ દ્વારા યુક્ત સર્વ પદો સ્વપરના ઉપકાર માટે છે.’' અર્થાત્ સ્યાદ્વાદ સિવાય કોઈનોય ઉદ્ધાર નથી. આ વાત સર્વ જૈનોએ તો જરા પણ ભૂલવા જેવી નથી જ.
ગાથા ૩૩૮ : અન્વયાર્થ :- ‘‘હવે તેનો ખુલાસો આ છે કે જેમ સત્ સ્વતઃસિદ્ધ છે (નિત્ય છે), તે જ પ્રમાણે તે પરિણમનશીલ પણ (ઉત્પાદ-વ્યયરૂપ = અનિત્ય પણ છે). તેથી એક જ સત્ બે સ્વભાવવાળું હોવાથી (અત્રે બે સ્વભાવવાળું જણાવેલ છે – બે ભાગવાળું ન સમજવું) તે નિત્ય તથા અનિત્યરૂપ છે.’’ નહિ કે એક ભાગ અપરિણામી અને એક ભાગ પરિણામી, અપેક્ષાએ ધ્રુવને અપરિણામી કહેવાય પરંતુ તેમ મનાય નહિ.
ગાથા ૩૩૯-૩૪૦ : અન્વયાર્થ :- ‘‘સારાંશ એ છે કે, જે સમયે અહીં કેવળ વસ્તુ (ધ્રુવ = દ્રવ્ય) દષ્ટિગત થાય છે, પરિણામ દષ્ટિગત થતા નથી તે સમયે ત્યાં દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ વસ્તુપણાનો નાશ નહિ થવાથી સંપૂર્ણ વસ્તુ (અત્રે ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે સંપૂર્ણ વસ્તુ જણાવેલ છે તેમાંથી કાંઈ પણ કાઢવામાં આવેલ નથી – સંપૂર્ણ વસ્તુ એટલે પ્રમાણનો વિષય) નિત્ય છે (ધ્રુવ છે). અથવા જે
Page #54
--------------------------------------------------------------------------
________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
૪૯
સમયે અહીં નિશ્ચયથી કેવળ પરિણામ દષ્ટિગત થાય છે, વસ્તુ (ધ્રુવ = દ્રવ્ય) દષ્ટિગત થતી નથી તે સમયે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ નવિન પર્યાયની ઉત્પતિ તથા પૂર્વ પર્યાયનો અભાવ થવાથી સંપૂર્ણ વસ્તુ જ અનિત્ય છે (અર્થાત્ પર્યાયરૂપ છે).”
તેથી સમજવાનું એ છે કે જે પર્યાયાર્થિક નયના વિષયરૂપ પર્યાય છે, તેમાં જ દ્રવ્ય અંતર્ગત = ગર્ભિત થઈ જવાથી તે પર્યાય તેદ્રવ્યનો જ બનેલ છે તેમ કહી શકાય છે, અને તે જ દ્રવ્ય જો શુદ્ધનયે કરી શુદ્ધ જોવામાં આવે તો તે જ પંચમભાવ અર્થાત્ પરમ પારિણામિક ભાવ છે. આથી કોઈને પ્રશ્ન થાય કે સમયસાર ગાથા ૧૩ માં જણાવેલ છે કે “નવ પદાર્થમાં (તત્ત્વમાં) છુપાયેલ આત્માજ્યોતિ તે શું છે? તો તેનો ઉત્તર છે કે, તે શુદ્ધ ન કરી પરમ પરિણામિક ભાવ જ છે, આ વાત આગળ આપણે વિસ્તારથી સમજીશું.
ગાથા ૪૧૧ : અન્વયાર્થ :- “નિશ્ચયથી અભિન્ન પ્રદેશ હોવાથી કથંચિત્ સત્ (ધ્રુવ = દ્રવ્ય) અને પરિણામમાં અદ્વૈતતા છે તથા દીપક અને પ્રકાશની માફક સંજ્ઞા-લક્ષાદિ દ્વારા ભેદ હોવાથી સત્ અને પરિણામમાં ઢંત પણ છે.” અર્થાત્ દ્રવ્ય અને પર્યાય તે બન્ને અભિન્ન પ્રદેશી હોવાથી અભેદરૂપ છે અને લક્ષણ દ્વારા ભેદ પાડી શકાતા હોવાથી – ભેદરૂપ વ્યવહાર થતો હોવાથી ભેદરૂપ પણ છે, તેથી કથંચિત્ ભેદઅભેદરૂપ કહેવાય છે.
ગાથા ૪૧૨ : અન્વયાર્થ :- “અથવા સત્ અને પરિણામની દ્વૈતતા જળ અને તેના તરંગોની માફક અભિન્ન તથા ભિન્ન પણ છે, કારણ કે, જળ તથા કલ્લોલોમાંથી જે સમયે કલ્લોલો અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે તે સમયે કલ્લોલો ઉદય થાય છે તથા વિલીન થાય છે, તેથી એ જળથી કથંચિત્ ભિન્ન છે તથા જે સમયે જળની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે તે સમયે એ કલ્લોલો ઉદયમાન તથા વિલયમાન જ થતા નથી, પણ કેવળ જળ જ જળ પ્રતીતિમાન થાય છે, તેથી એ જળથી કથંચિત્ અભિન્ન પણ છે. એ પ્રમાણે સત્ (ધ્રુવ) અને પરિણામ પણ કથંચિત્ ભિન્ન તથા કથંચિત્ અભિન્ન છે.” આ જ રીત છે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની પ્રાપ્તિની, અન્યથા નહિ; કારણ કે અન્યથા માનતાં મિથ્યાત્વનો દોષ આવે છે. હવે આગળ ઘટ અને કૃતિકાનું દષ્ટાંત જણાવે છે. -
ગાથા ૪૧૩ : અન્વયાર્થ:- “અથવા ઘટ અને કૃતિકાના દ્વૈતના માર્ક એ સત્ અને પરિણામનું દ્વૈત, દ્વત હોવા છતાં પણ અદ્વૈત છે; કારણ કે, કેવળ માટીપણાના રૂપથી નિત્ય છે તથા કેવળ ઘટપણાના રૂપથી અનિત્ય છે.”
ગાથા ૪૧૪ : અન્વયાર્થ :- “સારાંશ એ છે કે, સના વિષયમાં પ્રત્યભિજ્ઞાન પ્રમાણ પ્રાપ્ત હોવાથી સત્ નિત્ય છે, જેમ કે “આ તે જ છે તથા નિયમથી “આ તે નથી” એ પ્રતીતિથી સત્ નિત્ય નથી અર્થાત્ અનિત્ય છે.”
Page #55
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
ગાથા ૫૯૧ ભાવાર્થ :- “નયોની પરસ્પર સાપેક્ષતા તે નયોના અન્યથારૂપથી ન થવાવાળા અવિનાભાવની દ્યોતક (પ્રકાશક) છે; કારણ કે, જેના વિના જેની સિદ્ધિ ન થાય, તેને અવિનાભાવ કહે છે અર્થાત્ સામાન્ય વિના વિશેષની તથા વિશેષ વિના સામાન્યની સિદ્ધિ થઈ શકતી નથી, તેથી સામાન્યને વિષય કરવાવાળો જે દ્રવ્યાર્થિક નય છે તથા વિશેષને વિષય કરવાવાળો જે પર્યાયાર્થિક નય છે, તે બન્નેમાં પરસ્પર સાપેક્ષપણું છે.”
અમે અહીં દ્રવ્યગુણપર્યાયયુક્ત સત્ સ્વરૂપ વસ્તુ અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ સરૂપ દ્રવ્યની વ્યવસ્થા પૂરેપૂરી સમજાવેલ છે એમ સમજીને, તે જેના અર્થ સમજાવેલ છે તે અર્થાત્ સમ્યગ્દર્શનની રીત અને એના માટે સમ્યગ્દર્શનના વિષય ઉપર થોડો વિચાર કરીશું અને તેનો શાસ્ત્ર આધાર જોઈશું.
Page #56
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનનું સ્વરૂપ
‘સમ્યગ્દર્શન’ એ મોક્ષમાર્ગના દરવાજા સમાન છે અને પૂર્ણ ભેદજ્ઞાન સ્વરૂપ સ્વાત્માનુભૂતિરૂપ સમ્યગ્દર્શન થયા વગર મોક્ષમાર્ગમાં પ્રવેશ શક્ય જ નથી; આવા ભેદજ્ઞાનયુક્ત-સ્વાત્માનુભૂતિયુક્ત સમ્યગ્દર્શનને જ નિશ્ચય સમ્યગ્દર્શન કહેવાય છે, અને તે જ મોક્ષમાર્ગના પ્રવેશ માટે વાસ્તવિક પરવાનો છે, અને આ પરવાનો મળ્યા બાદ એ જીવ નિયમથી અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં સિદ્ધ થઈ જ જાય છે, તેથી કરીને આ જીવનમાં સૌપ્રથમ જો કાંઈ કરવાયોગ્ય હોય તો તે છે સમ્યગ્દર્શન.
પ્રથમ આપણે સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજીશું. સમ્યગ્દર્શન એટલે દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ જેમ છે તેમ સમજવું. અન્યથા નહિ અને જ્યાં સુધી કોઈ પણ આત્મા પોતાનું યથાર્થ સ્વરૂપ સમજતો નથી અર્થાત્ સ્વની અનુભૂતિ કરતો નથી ત્યાં સુધી દેવ-ગુરુ-ધર્મનું યથાર્થ સ્વરૂપ પણ જાણતો નથી, પરંતુ તે માત્ર દેવગુરુ-ધર્મના બાહ્ય સ્વરૂપની જ શ્રદ્ધા કરે છે અને તે તેને જ સમ્યગ્દર્શન સમજે છે. પરંતુ તેવી દેવ-ગુરુધર્મની બાહ્ય સ્વરૂપની જ શ્રદ્ધા યથાર્થ શ્રદ્ધા નથી અને તેથી તે નિશ્ચય સમ્યગ્દર્શનનું લક્ષણ નથી; કારણ કે જે એકને (આત્માને) જાણે છે તે સર્વેને (જીવ-અજીવ વગેરે નવ તત્ત્વો અને દેવ-ગુરુ-ધર્મનું યથાર્થ
સ્વરૂપને) જાણે છે, અન્યથા નહિ. કારણ કે અન્યથા છે તે વ્યવહાર (ઉપચાર) કથન છે અને તેથી તે સમ્યગ્દર્શન ભવના અંત માટે કાર્યકારી નથી. અર્થાત્ એક આત્માને જાણતાં જ તે જીવ સાચા દેવ તત્ત્વનો અંશે અનુભવ કરે છે અને તેથી તે સાચા દેવને અંતરથી ઓળખે છે અને તેમ સાચા દેવને જાણતાં જ અર્થાત્ (સ્વાત્માનુભૂતિ સહિતની) શ્રદ્ધા થતાં જ તે જીવ તેવા દેવ બનવાના માર્ગે ચાલતા સાચા ગુરુને પણ અંતરથી ઓળખે છે અને સાથે સાથે તે જીવ તેવા દેવ બનવાનો માર્ગ બતાવતા સાચા શાસ્ત્રને પણ ઓળખે છે.
માટે પ્રથમ તો શરીરને આત્મા ન સમજવો અને આત્માને શરીર ન સમજવું અર્થાત્ શરીરમાં આત્માબુદ્ધિ હોવી તે મિથ્યાત્વ છે; શરીર તે પુદ્ગલ (જડ) દ્રવ્યનું બનેલ છે અને આત્મા તે અલગ જ (ચેતન) દ્રવ્ય હોવાથી પુદ્ગલને આત્મા સમજવો અથવા આત્માને પુદ્ગલ સમજવું તે વિપરીત સમજણ છે. બીજી રીતે પુદ્ગલથી ભેદજ્ઞાન અને સ્વના અનુભવરૂપ જ ખરેખરું સમ્યગ્દર્શન હોય છે અને તે કર્મથી
Page #57
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
જોવામાં આવે તો કર્મોની પાંચ/સાત પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષયને સમ્યગ્દર્શન કહેવાય છે; પરંતુ છદ્મસ્થને કર્મોનું જ્ઞાન તો થતું નથી, માટે આપણે તો પ્રથમ કસોટીથી અર્થાત્ પુદ્ગલથી ભેદજ્ઞાન અને સ્વાનુભવરૂપ (આત્માનુભૂતિરૂપ) જ સમ્યગ્દર્શન સમજવું.
તેથી કરીને પ્રશ્ન થાય કે સમ્યગ્દર્શન કરવા માટે શું કરવું જરૂરી છે ?
ઉત્તર :- ભગવાને કહ્યું છે કે સર્વ જીવો સ્વભાવથી સિદ્ધ સમાન જ છે, તો એ વાત સમજવી જરૂરી છે. શ્રી નિયમસારમાં કહ્યું છે કે :
ગાથા ૪૭ : અન્વયાર્થ :- “જેવા સિદ્ધ આત્માઓ છે તેવા ભવલીન (સંસારી) જીવો છે, જેથી (તે સંસારી જીવો સિદ્ધ આત્માઓની માફ્ટ) જન્મ-મરણથી રહિત અને આઠ ગુણોથી અલંકૃત છે.”આ વાત શુદ્ધ દ્રવ્યાયાર્થિક નયની અપેક્ષાએ છે કે જે સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજવા ઉપયોગી છે.
ગાથા ૪૮ અન્વયાર્થ :- “જેમ લોકાગ્રે સિદ્ધભગવંતો અશરીરી, અવિનાશી, અતિન્દ્રિય, નિર્મળ અને વિશુદ્ધાત્મા (વિશુદ્ધસ્વરૂપી) છે, તેમ સંસારમાં (સર્વ) આવો જાણવા.”
ગાથા ૧૫ : અન્વયાર્થ :- “મનુષ્ય, નારક, તિર્યંચ અને દેવરૂપ પર્યાયો તે વિભાવપર્યાયો કહેવામાં આવ્યા છે; કર્મોપાધિરહિત પર્યાયો તે સ્વભાવ પર્યાયો કહેવામાં આવ્યા છે.”
ગાથા ૪૯ : અન્વયાર્થ :- “આ (પૂર્વોકત) બધા ભાવો ખરેખર વ્યવહારનયનો આશ્રય કરીને (સંસારી જીવોમાં વિદ્યમાન) કહેવામાં આવ્યા છે; શુદ્ધ નયથી સંસારમાં રહેલા સર્વ જીવો સિદ્ધ સ્વભાવી છે.”
શ્લોક ૭૩ : લોકાર્થ :- ““શુદ્ધ નિશ્ચયનયથી મુક્તિમાં તેમ જ સંસારમાં તફાવત નથી’ આમ જ ખરેખર તત્ત્વ વિચારતાં (પરમાર્થ વસ્તુસ્વરૂપનો વિચાર અથવા નિરૂપણ કરતાં) શુદ્ધ તત્ત્વના રસિક પુરુષો કહે છે.”
ગાથા ૫૦ : અન્વયાર્થ :- “પૂર્વોકત સર્વ ભાવો પરસ્વભાવો છે, પરદ્રવ્ય છે, તેથી હેય છે; અંતઃતત્ત્વ એવું સ્વદ્રવ્ય - આત્મા ઉપાદેય છે.”
ગાથા ૧૦૬ : અન્વયાર્થ:- “આ રીતે જે સદા જીવ અને કર્મના ભેદનો અભ્યાસ કરે છે, તે સંયત નિયમથી પ્રત્યાખ્યાન ધારણ કરવાને શક્તિમાન છે.”
ગાથા ૧૦ : અન્વયાર્થ:- “જીવ ઉપયોગમય છે. ઉપયોગ જ્ઞાન અને દર્શન છે. જ્ઞાનોપયોગ બે પ્રકારનો છે – સ્વભાવજ્ઞાન અને વિભાવજ્ઞાન.”
યોગસાર દોહા ૨૧ : અન્વયાર્થ :- “જે જિન છે તે આત્મા છે - એ સિદ્ધાંતનો સાર છે એમ તમે સમજો. એમ સમજીને હે યોગીઓ ! તમે માયાચારને છોડો.”
યોગસાર દોહા ૨૨ : અન્વયાર્થ :- “જે પરમાત્મા છે તે જ હું છું અને જે હું છું તે જ પરમાત્મા છે, એમ જાણીને હે યોગી ! અન્ય વિકલ્પ ન કરો.”
Page #58
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનનું સ્વરૂપ
ઉપર જણાવેલ ગાથાઓના સંદર્ભમાં વિચારીશું તો લાગશે કે દેખીતી રીતે તો સંસારી જીવો શરીરસ્થ છે અને સિદ્ધના જીવો મુક્ત છે, તો સંસારીને સિદ્ધ જેવા કહ્યાં, તે કઈ અપેક્ષાએ ?
૫૩
ઉત્તર :- તે શુદ્ધ દ્રવ્યાયાર્થિક નયની અપેક્ષાએ, જેમ કે સંસારી જીવો શરીરસ્થ હોવા છતાં, તેમનો આત્મા એક જીવત્વરૂપ પારિણામિક ભાવરૂપ હોય છે. તે જીવત્વરૂપ ભાવ છદ્મસ્થને (અશુદ્ધ દ્રવ્યાયાર્થિક નયે કરી) અશુદ્ધ હોય છે અને તે અશુદ્ધ જીવત્વ ભાવ અર્થાત્ અશુદ્ધરૂપે પરિણમેલ આત્મામાંથી અશુદ્ધિને (વિભાવભાવને) ગૌણ કરતાં જ, · જીવત્વરૂપ ભાવ શેષ રહે છે તેને જ ‘પરમ પારિણામિક ભાવ’, ‘શુદ્ધ ભાવ’, ‘શુદ્ધાત્મા’, ‘કારણપરમાત્મા’, ‘કારણશુદ્ધપર્યાય’, ‘સિદ્ધસદશભાવ’, ‘સ્વભાવભાવ’ વગેરે અનેક નામોથી ઓળખાય છે અને તે ભાવની અપેક્ષાએ જ સર્વ જીવો સ્વભાવથી સિદ્ધ સમાન જ છે એમ કહેવાય છે. હવે આપણે તે જ વાત દૃષ્ટાંતથી જોઈશું.
જેમ ડહોળાં પાણીમાં શુદ્ધ પાણી છુપાયેલ છે એવા નિશ્ચયથી જે કોઈ તેમાં ફટકડી (કતકફળ = Alum) ફેરવે છે, તો અમુક સમય બાદ તેમાં (પાણીમાં) રહેલ ડહોળરૂપ માટી તળિયે બેસી જવાથી, પૂર્વનું ડહોળું પાણી સ્વચ્છરૂપ જણાય છે. તેવી જ રીતે, જે અશુદ્ધરૂપ (રાગ-દ્વેષરૂપ) પરિણમેલ આત્મા છે, તેમાં વિભાવરૂપ અશુદ્ધ ભાવને પ્રજ્ઞાછીણીથી = બુદ્ધિપૂર્વક ગૌણ કરતાં જ જે શુદ્ધાત્મા ધ્યાનમાં આવે છે અર્થાત્ જ્ઞાનમાં વિકલ્પરૂપે આવે છે, તેને ભાવભાસન કહે છે અને તે શુદ્ધાત્માની અનુભૂતિ થતાં જ જીવને સમ્યગ્દર્શન થાય છે અર્થાત્ તે જીવ તે શુદ્ધ આત્મરૂપમાં (સ્વભાવમાં = સ્વરૂપમાં) ‘હુંપણું’ કરતાં , કે જે પહેલા શરીરમાં ‘હુંપણું’ કરતો હતો, તે જીવને સમ્યગ્દર્શન થાય છે. આ રીત છે સમ્યગ્દર્શનની અર્થાત્ ‘જે જીવ રાગ-દ્વેષરૂપ પરિણમેલ હોવાં છતાં પણ માત્ર શુદ્ધાત્મામાં જ (દ્રવ્યાત્મામાં જ = સ્વભાવમાં જ) ‘હુંપણું’ (એકત્વ) કરે છે અને તેનો જ અનુભવ કરે છે, તે જ જીવ સમ્યગ્દષ્ટિ છે અર્થાત્ તે જ સમ્યગ્દર્શનની રીત છે.’
જ,
બીજું દૃષ્ટાંત : જેમ દર્પણમાં (અરીસામાં) અલગ અલગ જાતનાં અનેક પ્રતિબિંબો હોય છે, પરંતુ તે પ્રતિબિંબોને ગૌણ કરતાં જ સ્વચ્છ દર્પણ દષ્ટિમાં આવે છે, તેવી જ રીતે આત્મામાં અર્થાત્ જ્ઞાનમાં જે જ્ઞેય હોય છે તે જ્ઞેયોને ગૌણ કરતાં જ નિર્વિકલ્પરૂપ જ્ઞાનનો અર્થાત્ ‘શુદ્ધાત્મા’નો અનુભવ થાય છે; આ જ સમ્યગ્દર્શનની રીત છે. આ જ રીતથી અશુદ્ધ આત્મામાં પણ સિદ્ધ સમાન શુદ્ધાત્માનો નિર્ણય કરવો અને તેમાં જ ‘હુંપણું' કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે.
કોઈ એવું માનતાં હોય કે દ્રવ્યમાં શુદ્ધ ભાગ અને અશુદ્ધ ભાગ એવા બે ભાગ છે અને જે શુદ્ધ ભાગ છે તે દ્રવ્ય છે અને અશુદ્ધ ભાગ છે તે પર્યાય છે, તો દ્રવ્યમાં અપેક્ષાએ સમજતાં બે ભાગ નહીં પરંતુ બે ભાવ છે કે જે વાત અમે પ્રથમ જ શાસ્ત્રની ગાથાઓથી નિઃસંદેહ સાબિત કરેલ જ છે. તે બે ભાવ એવી રીતે છે કે જે વિશેષ છે, તે પર્યાય કહેવાય છે કે જે વિભાવભાવ સહિત હોવાથી અશુદ્ધ કહેવાય છે અને
જ
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૪
સમ્યગ્દર્શનની રીત
જે તેનો જ સામાન્ય ભાવ છે કે જે પરમ પરિણામિક ભાવ રૂ૫ છે, તે દ્રવ્ય કે જે ત્રિકાળ શુદ્ધ જ હોય છે; એ અપેક્ષાએ દ્રવ્ય શુદ્ધ અને પર્યાય અશુદ્ધ એમ કહેવાય, પરંતુ બે ભાગરૂપ નહીં.
જેમ છદ્મસ્થ જીવોને આત્માના દરેક પ્રદેશ અનંત અનંત કાર્મણ વર્ગણાઓ છે અને તે કાર્પણ વર્ગણાઓ આત્માના સર્વે પ્રદેશો સાથે ક્ષીર-નીરવત (દૂધમાં પાણીની માફ્ટ) સંબંધથી બંધાયેલી હોવાની અપેક્ષાએ આત્માનો કોઈ પણ પ્રદેશ શુદ્ધ નથી. અર્થાત્ જે કોઈ એમ કહે કે આત્માના મધ્યના આઠ રુચક પ્રદેશ તો નિરાવરણ જ હોય છે, તો તેઓને અમે જણાવીએ છીએ કે જો આત્માનો માત્ર એક પણ પ્રદેશ નિરાવરણ હોય, તો તે પ્રદેશમાં એટલી શક્તિ છે કે તે સર્વ લોકાલોક જાણી લે. કારણ, જો એક પણ પ્રદેશ નિરાવરણ હોય તો તે પ્રદેશે કેવળજ્ઞાન અને કેવળદર્શન માનવાનો પ્રસંગ આવશે અને તેથી કરીને તે આત્મા સર્વ લોકાલોક સહજ રીતથી જ જાણતો થઈ જશે. પરંતુ પ્રગટમાં જોતાં આપણને જણાય છે કે એવું તો કોઈ જ જીવમાં ઘટતું જણાતું નથી, આથી કરીને જીવના મધ્યના આઠ રુચક પ્રદેશ નિરાવરણ હોય છે, તે વાતનું નિરાકરણ થાય છે, તે વાત સત્ય નથી, જેનું પ્રમાણ છે ધવલા પુસ્તક ૧૨માં પૃષ્ટક્રમાંક ૩૬૫થી ૩૬૮, તે જીજ્ઞાસુ જીવોને જોઈ લેવા અમારો અનુરોધ છે.
અનેક લોકો નયવિવિક્ષા ન સમજવાને કારણે એવી પણ પ્રરૂપણા કરે છે કે આ આઠ નિરાવરણ પ્રદેશની અપેક્ષાએ “સર્વ જીવ સિદ્ધ સમાન છે.” એવુ શાસ્ત્રનું કથન છે. પરંતુ હકીકતમાં ‘સર્વ જીવ સિદ્ધ સમાન છે.' આ કથન દ્રવ્યાયાર્થિક નયની અપેક્ષા છે. આ વાત નયોની યથાર્થ સમજ નહિ હોવાને કારણે ફેલાઈ છે અને આવા લોકો એ નિરાવરણ પ્રદેશોના (કે જે સંસારી જીવોને નથી હોતા, એના) અનુભવને (કે જે છદ્મસ્થ જીવોને નથી હોતો, એને) જ શુદ્ધાત્માનો અનુભવ માને છે, કેમ કે તેઓને દ્રવ્યની અભેદતાનું અને નયોનું પણ યથાર્થ જ્ઞાન નથી હોતું. આ અત્યંત કરુણાજનક વાત છે. આગળ અમે સમ્યગ્દર્શનની રીત અને તેનો વિષય બતાવવાનો પ્રયાસ કરીએ છીએ.
૯૯૦૦
Page #60
--------------------------------------------------------------------------
________________
૫૫
૧૦
સમ્યગ્દર્શનનો વિષય અર્થાત્ દૃષ્ટિનો વિષય
હવે આપણે જોયું કે છદ્મસ્થ આત્માના પ્રત્યેક પ્રદેશે અનંત કર્મવર્ગણાઓ હોવાથી તે અશુદ્ધ આત્મા તરીકે જ પરિણમેલ હોય છે, તો તેમાં આ શુદ્ધાત્મા ક્યાં રહે છે? તેનો ઉત્તર એમ છે કે, ભેદજ્ઞાનથી (પ્રજ્ઞાછીણીથી) અર્થાત્ જીવ અને પુદ્ગલ વચ્ચેના ભેદજ્ઞાનથી અર્થાત્ જીવના લક્ષણથી જીવને ગ્રહણ કરવો અને પુદ્ગલના લક્ષણથી પુદ્ગલને અને પછી તેમાં પ્રજ્ઞારૂપી છીણીથી (તીવ્ર બુદ્ધિથી) ભેદજ્ઞાન કરતાં શુદ્ધાત્મા પ્રાપ્ત થાય છે.
તે એવી રીતે કે પ્રથમ તો પ્રગટમાં આત્માના લક્ષણથી એટલે જ્ઞાનરૂપ જોવા-જાણવાના લક્ષણથી આત્માને ગ્રહણ કરતાં જ પુદ્ગલમાત્ર સાથે ભેદજ્ઞાન થઈ જાય છે અને પછી તેનાથી આગળ વધતા જીવના જે ચાર ભાવો છે અર્થાત્ ઉદયભાવ, ઉપશમભાવ, ક્ષયોપશમભાવ અને ક્ષાયિકભાવ – આ ચાર ભાવો કર્મની અપેક્ષાથી કહ્યા છે અને કર્મો પુદ્ગલરૂપ જ હોય છે, તેથી તે ચાર ભાવોને પણ પુદ્ગલનાં ખાતામાં નાંખી, પ્રજ્ઞારૂપ બુદ્ધિથી અર્થાત્ તે ચાર ભાવોને જીવમાંથી ગૌણ કરતાં જ, જે જીવભાવ શેષ રહે છે તેને જ પરમ પરિણામિક ભાવ, શુદ્ધાત્મા, કારણશુદ્ધપર્યાય, સ્વભાવભાવ, સહજજ્ઞાનરૂપી સામ્રાજ્ય, શુદ્ધ ચૈતન્યભાવ, સ્વભાવદર્શનોપયોગ, કારણસ્વભાવદર્શનોપયોગ, કારણસ્વભાવજ્ઞાનોપયોગ, કારણસમયસાર, કારણ પરમાત્મા, નિત્યશુદ્ધ નિરંજન જ્ઞાનસ્વરૂપ, દર્શનશાનચારિત્રરૂપે પરિણમતું એવું ચૈતન્યસામાન્યરૂપ, ચૈતન્ય-અનુવિધાયી પરિણામરૂપ, સહજગુણમણિની ખાણ, સમ્યગ્દર્શનનો વિષય (દષ્ટિનો વિષય) વગેરે અનેક નામોથી ઓળખાય છે અને તેના અનુભવે જ નિશ્ચય સમ્યગ્દર્શન કહેવાય છે. તે ભાવની અપેક્ષાએ જ સર્વ જીવો સ્વભાવથી સિદ્ધ સમાન જ છે એમ કહેવાય છે અર્થાત્ તેના અનુભવને જ નિર્વિકલ્પ અનુભૂતિ કહેવાય છે. કારણ કે તે સામાન્યભાવસ્વરૂપ હોવાથી તેમાં કોઈ જ વિકલ્પને સ્થાન જ નથી તેથી તેની અનુભૂતિ થતાં જ અંશે સિદ્ધત્વનો પણ અનુભવ થાય છે.
ભેદજ્ઞાનની (સમ્યગ્દર્શનની) રીત આવી છે કે જેમાં જીવનાં જે ચાર ભાવોને ગૌણ ર્યા અને જે શુદ્ધ જીવત્વ હાજર થયું તે અપેક્ષાએ તેને કોઈ ‘પર્યાયરહિતનું દ્રવ્ય તે દષ્ટિનો વિષય છે' એમ પણ કહે છે. અર્થાત્ દ્રવ્યમાંથી કાંઈ જ કાઢવાનું નથી માત્ર વિભાવભાવોને જ ગૌણ કરવાના છે અને તે અપેક્ષાએ
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૬
સમ્યગ્દર્શનની રીત
કોઈ કહે છે કે, ‘વર્તમાન પર્યાય સિવાયનું આખું દ્રવ્ય તે દૃષ્ટિનો વિષય છે' અર્થાત્ કથન કોઈ પણ હોય પરંતુ વ્યવસ્થા તો અત્રે જણાવેલ છે તેવી, અર્થાત્ ગૌણ કરવાની અને મુખ્ય કરવાની જ છે કે જે પૂર્વે આપણે વિસ્તારથી સમજ્યા જ છીએ.
તેવી જ રીતે જો કોઈ કહે કે, આત્મા બહારથી અશુદ્ધ અને અંદરથી શુદ્ધ તો તેવું કથન અપેક્ષાએ સમજવું, એકાંતે અર્થાત્ વાસ્તવિક રૂપ નહીં; કારણ કે જેવો આત્મા બહાર છે તેવો જ અંદર છે, અર્થાત્ આત્માના અંદરના અને બહારના પ્રત્યેક પ્રદેશે (ક્ષેત્રે) અનંતાનંત કાર્યણવર્ગણાઓ ક્ષીર-નીરવત લાગેલી હોવાથી જેવી અશુદ્ધિ બહારના ક્ષેત્રે છે તેવી જ અશુદ્ધિ અંદરના ક્ષેત્રે પણ છે. પરંતુ અપેક્ષાએ બહાર એટલે વિશેષભાવરૂપ વિભાવભાવ અને અંદર એટલે સામાન્યભાવરૂપ પરમ પારિણામિક ભાવ કે જે ત્રણે કાળે શુદ્ધ જ છે અને તેથી જ વ્યક્તરૂપ આત્મા અશુદ્ધ અને અવ્યક્તરૂપ આત્મા શુદ્ધ છે અને તે અપેક્ષાએ અંદરથી શુદ્ધ અને બહારથી અશુદ્ધ એમ કહી શકાય, અન્યથા નહિ. કોઈ આત્મામાં અંદર એકાંત શુદ્ધ ધ્રુવભાવ શોધતું હોય, તો તેવો એકાંત શુદ્ધ ધ્રુવભાવ આત્મામાં નથી અર્થાત્ કોઈ પણ કથન તેની અપેક્ષા સહિત સમજવું અનિવાર્ય છે, નહિ તો એવું માનવાવાળા નિયમથી ભ્રમરૂપ જ પરિણમશે.
તેવી જ રીતે અન્ય કોઈ કહે કે આપ તો દૃષ્ટિના (સમ્યગ્દર્શનના) વિષયમાં પ્રમાણનું દ્રવ્ય લો છો તો દોષ આવશે, તેઓને અમે જણાવીએ છીએ કે પૂર્વે અમે વિસ્તારથી સમજાવ્યા અનુસાર, જેટલા પ્રદેશો (ક્ષેત્ર) પ્રમાણના દ્રવ્યના છે તેટલા જ પ્રદેશો (ક્ષેત્ર) પરમ પારિણામિક ભાવરૂપ દૃષ્ટિના વિષયના છે અર્થાત્ તેટલા જ પ્રદેશો શુદ્ધાત્માના છે. બીજું, તે પ્રમાણના દ્રવ્યને જ અમે શુદ્ધ દ્રવ્યાયાર્થિક નયના ચક્ષુથી જોઈએ છીએ અને તેથી જ અમે તેને જ પરમ પારિણામિક ભાવ કહીએ છીએ કે જેને આપ પ્રમાણચક્ષુથી જોતાં, પ્રમાણનો વિષય કહો છો અને તે પ્રમાણના વિષયમાં આપ શુદ્ધ અને અશુદ્ધ એવા ભાવ નહિ પરંતુ ભાગ માનો છો, તેથી આપની દૃષ્ટિમાં દોષ છે, તો તેમાં અમારો કોઈ દોષ નથી. અમે તો તેને જ અર્થાત્ પ્રમાણના દ્રવ્યને જ શુદ્ધ દ્રવ્યાયાર્થિક નયે કરી તેને જ પરમ શુદ્ધ એવો પરમ પારિણામિક ભાવરૂપ અનુભવીએ છીએ અને પરમસુખનો અનુભવ કરીએ છીએ. તો તેથી કરીને આપ પણ દૃષ્ટિ બદલીને તેને જ શુદ્ધ જુઓ અને આપ પણ તેનો અર્થાત્ સત્-ચિત-આનંદસ્વરૂપનો આનંદ લો એવો અમારો અનુરોધ છે. આ જ સમ્યગ્દર્શનનું સ્વરૂપ છે અને આ જ સમ્યગ્દર્શનની રીત છે, કારણ કે સ્થૂળથી જ સૂક્ષ્મમાં જવાય અર્થાત્ પ્રગટથી જ અપ્રગટમાં જવાય અર્થાત્ વ્યક્તથી જ અવ્યક્તમાં જવાય એ જ નિયમ છે.
આ કારણથી અમારો આગ્રહ છે કે, ‘જેમ છે તેમ’ વસ્તુવ્યવસ્થા સમજીને પ્રમાણના વિષયનું ‘જેમ છે તેમ’ જ્ઞાન કરીને પછી તેમાંથી જ શુદ્ધ દ્રવ્યાયાર્થિક નયનો વિષય ગ્રહણ કરવા યોગ્ય છે. પરંતુ જે અત્રે જણાવેલ યુક્તિ અનુસાર દૃષ્ટિનો વિષય ન માનતાં, અન્યથા ગ્રહણ કરે છે તે શુદ્ધ નયાભાસરૂપ એકાંત શુદ્ધાત્માને શોધે છે અને માને છે, તે માત્ર ભ્રમરૂપ જ પરિણમે છે અને તેવો એકાંત શુદ્ધાત્મા
Page #62
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનનો વિષય અર્થાત્ દૃષ્ટિનો વિષય
કાર્યકારી નથી. કારણ, તેવો એકાંત શુદ્ધાત્મા પ્રાપ્ત જ થતો નથી અને તેથી કરીને તે જીવ ભ્રમમાં જ રહીને અનંત સંસાર વધારીને અનંત દુ:ખોને પ્રાપ્ત કરે છે; જૈનશાસનના નયના અજ્ઞાનના કારણે અને સમજ્યા વગર માત્ર શબ્દને જ ગ્રહણ કરી તેના જ આગ્રહને કારણે આવી દશા થાય છે, જે અત્યંત કરુણાજનક વાત છે.
૫૭
જ
અત્રે સમજાવેલ શુદ્ધ દ્રવ્યાયાર્થિક નયનો વિષય છે તે જ ઉપાદેયરૂપ શુદ્ધાત્મા છે અને તે જ સમ્યગ્દર્શનનો વિષય છે, તેથી જ અર્થાત્ ભેદજ્ઞાન કરાવવા અને શુદ્ધાત્માનો અનુભવ કરાવવા માટે જ નિયમસાર અને સમયસાર જેવાં આધ્યાત્મિક શાસ્ત્રોમાં તેનો જ મહિમા ગાયેલ છે અને તેનું જ મહિમામંડન કરેલ છે. તેથી તે શાસ્ત્રોમાં પ્રમાણના વિષયરૂપ આત્મામાંથી જેટલા ભાવો પુદ્ગલ આશ્રિત છે અર્થાત્ જેટલા ભાવો કર્માશ્રિત (કર્મની અપેક્ષા રાખવાવાળા) છે તેવા ભાવોને પરભાવ તરીકે વર્ણવ્યા છે અર્થાત્ તેઓને સ્વાંગરૂપભાવો તરીકે વર્ણવ્યા છે કે જે ભાવો હેય છે અર્થાત્ ‘હુંપણું’ કરવા યોગ્ય નથી. આ જ અપેક્ષાસહિત હવે આપણે પંચાધ્યાયીની ગાથાઓ જોઈશું.
2
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૮
સમ્યગ્દર્શનની રીત
૧૧
પંચાધ્યાયી પૂર્વાર્ધની દૃષ્ટિનો વિષય દર્શાવતી ગાથાઓ
ગાથા પ૩ર : અન્વયાર્થ :- “આ અસભૂત વ્યવહારનયને જાણવાનું ફળ એ છે કે અહીં પરાશ્રિતપણે થવાવાળા ભાવક્રોધાદિ સંપૂર્ણ ઉપાધિમાત્ર છોડી બાકીના તેના (જીવના) શુદ્ધ ગુણો છે એમ માનીને અહીં કોઈ પુરુષ સમ્યગ્દષ્ટિ થઈ શકે.” આ ગાળામાં સમ્યગ્દર્શનનો વિષય જણાવેલ છે અને તેના ભાવવાથી જીવ સમ્યગ્દષ્ટિ થઈ શકે છે તેમ જણાવેલ છે.
ભાવાર્થ :- “આ અદ્ભુત વ્યવહારનયનું પ્રયોજન એ છે કે, રાગાદિભાવને જીવના કહ્યા છે તે અસદ્ભુત વ્યવહારનયથી છે, પણ નિશ્ચયથી નહિ [નિશ્ચયથી જે ભાવ જેના લક્ષે થાય તે ભાવ તેનો સમજવો, તેથી જે દ્રવ્યરાગાદિભાવ પુદ્ગલરૂપ છે તે કર્મના છે અને ભાવરાગાદિભાવ છે તે જીવના હોવા છતાં, તે કર્મના ઉદયને કારણે હોવાથી તેને કર્મના ખાતામાં નાખી, નિશ્ચયથી તેને પરભાવ કહેવાય છે. કારણ કે તે ભાવો સમ્યગ્દર્શન માટે “હુંપણું' (એકત્વ) કરવા યોગ્ય ભાવો નથી.] આથી કોઈ ભવ્યાત્મા ઉપાધિમાત્ર અંશને છોડી (આ ઉપાધિરૂપ અંશ છોડવાની રીત પ્રજ્ઞારૂપ બુદ્ધિથી તેને ગૌણ કરવાની છે બીજી કોઈ નહિ). નિશ્ચયતત્વને ગ્રહણ કરવાનો ઈચ્છુક બની સમ્યગ્દષ્ટિ થઈ શકે છે, કારણ કે સર્વનયોમાં નિશ્ચયનય જ ઉપાદેય છે, બાકીના કોઈ નય નહિ. બાકીના નયો તો માત્ર પરિસ્થિતિવશ પ્રતિપાઘ વિષયનું નિરૂપણમાત્ર કરે છે, તેથી એક નિશ્ચયનય જ લ્યાણકારી છે....”
ગાથા ૫૪૫ : અન્વયાર્થ :- “શેય-જ્ઞાયકમાં સંભવ થવાવાળા સંકરદોષના ભ્રમને ક્ષય કરવો અથવા અવિનાભાવથી સામાન્યને સાધ્ય અને વિશેષને સાધક થવું એ જ આ ઉપચરિત સદ્ભુત વ્યવહારનયનું પ્રયોજન છે.”
અર્થાત્ પરને જાણતાં સંકરદોષ થાય છે એવા ભ્રમનો નાશ કરવો તે પ્રયોજન છે અને સાથે સાથે તેમ પણ જણાવેલ છે કે પરને જાણવું તે સ્વમાં જવાની સીડી છે; કારણ કે સ્થૂળથી જ સૂક્ષ્મમાં જવાય અર્થાત્ પ્રગટથી જ અપ્રગટમાં જવાય અર્થાત્ વ્યક્તથી જ અવ્યક્તમાં જવાય એ જ નિયમ છે. અર્થાત્ પરને જાણવું તે સમ્યગ્દર્શન થવામાં મદદરૂપ થઈ શકે છે, નહિ કે અડચણરૂપ; માટે કોઈએ ‘પરને જાણતાં આત્મા મિથ્યાષ્ટિ થઈ જશે' એવું માનવાને કોઈ કારણ નથી, કેમ કે તે જ જ્ઞાનનો સ્વભાવ છે. જેમ
સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૨૪૭માં જણાવેલ છે કે, “જો બધીય વસ્તુ એક જ્ઞાન જ છે અને તે જ નાનારૂપથી સ્થિત છે – રહે છે, તો એમ માનતાં ય કાંઈ પણ ન ઠર્યું, અને શેય વિના જ્ઞાન જ કેવી રીતે ઠરશે ?” ભાવાર્થ : “........... કારણ કે શેયને જાણે તે જ જ્ઞાન કહેવાય છે પણ શેય વિના જ્ઞાન નથી.”
Page #64
--------------------------------------------------------------------------
________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની દષ્ટિનો વિષય દર્શાવતી ગાથાઓ
૫૯
ભાવાર્થ :- “ઉપચરિત સદ્ભુત વ્યવહારનયનની અપેક્ષાએ અર્થવિકલ્પને પ્રમાણ (અર્થાત્ સ્વપરને જાણવાનું પ્રમાણ) કહેવાનું પ્રયોજન આ છે કે, એમ કહેવાથી જ્ઞાન અને શેયમાં જે સંકરપણાનો ભ્રમ થતો હતો (અર્થાત્ જેઓને લાગે છે કે આત્મા પરને જાણે છે એમ માનતાં સમ્યગ્દર્શન નહિ થાય તેવો સંકરપણાનો ભ્રમ થાય છે.) તે ભ્રમનું આ નિવારણ થઈ જાય છે, કારણ કે, જ્ઞાનને અર્થવિકલ્પાત્મક (પરને જાણવાવાળું) કહેવું એ ઉપચરિત સભૂત વ્યવહારનયની અપેક્ષાથી છે. જ્ઞાન, જ્ઞાયક છે તથા
સ્વપર, જોય થાય છે તેથી જ્ઞાન અને શેયમાં વાસ્તવમાં સંકરતાં થતી નથી (પૂર્વે જેમ અરીસાનું દષ્ટાંત સમજાવ્યું છે તે પ્રમાણે). બીજું પ્રયોજન આ પ્રમાણે છે કે, અર્થવિકલ્પાત્મક વિશેષ જ્ઞાન (પરને જાણવું) સાધક (અર્થાત્ સ્વમાં જવાની સીડી) છે તથા સામાન્ય જ્ઞાન સાધ્ય છે (અર્થાત્ પરને જાણવું તે જ્ઞાયકમાં જવાની સીડી છે યાને કે સમ્યગ્દર્શન કરવા માટેની તે રીત અરીસાના દષ્ટાંતની જેમ જ છે). અર્થાત્ સામાન્ય જ્ઞાન, અનુપચરિત સદ્ભુત વ્યવહારનયનો વિષય સાધ્ય (અર્થાત્ જ્ઞાયક અર્થાત્ પરમ પરિણામિક ભાવ, દષ્ટિનો વિષય સાધ્ય) તથા જ્ઞાનને અર્થવિકલ્પાત્મક (અર્થાત્ જ્ઞાન પરને જાણે છે એમ) કહેવું એ ઉપચરિત સદ્ભુત વ્યવહારનયનો વિષય સાધક (સીડી) છે.”
અત્રે વિશેષ એ છે કે તેથી જ ભેદજ્ઞાન માટે, સમ્યગ્દર્શન માટે કહી શકાય કે, જેમ કોઈ મહેલના ઝરૂખામાંથી નિહાળતો પુરુષ, પોતે જ શેયોને નિહાળે છે નહિ કે ઝરૂખો; તે જ રીતે આ ઝરૂખારૂપી આંખથી જે શેયોને નિહાળે છે, તે જ્ઞાયક પોતે જ નહિ કે આંખો અને “તે જ હું છું” “સોહં”, તે “જ્ઞાનમાત્ર સ્વરૂપ જ હું છું” અર્થાત્ હું માત્ર જોવા-જાણવાવાળો જ્ઞાયક-જ્ઞાનમાત્ર-શુદ્ધાત્મા છું, આમ લક્ષમાં લેતાં જ્ઞાયકરૂપ સામાન્ય જ્ઞાન સાધ્ય થાય છે અને પરને જાણવું તે સાધન(સીડી)રૂપ થાય છે કે જે અર્થવિકલ્પાત્મક જ્ઞાન છે; આ જ સમ્યગ્દર્શનની રીત છે. જીવન પરને જાણવાવાળો કહીને તેમાંથી પ્રયોજન સિદ્ધ કર્યા બાદ હવે જીવને ક્રોધાદિવાળો કહેવાથી શું પ્રયોજન સિદ્ધ થાય છે, તે જણાવે છે અર્થાત્ રાગ જીવમાં થાય છે તેનાથી શું પ્રયોજન છે ? –
ગાથા ૫૬૫ : અન્વયાર્થ:- “(વર્ણાદિભાવો જીવના છે) એ પ્રકારનું કહેવું બરાબર નથી, કારણ કે જેવી રીતે ક્રોધાદિભાવો (રાગાદિભાવો) જીવના સંભવે છે તેવી રીતે પુદ્ગલાત્મક શરીરના વર્ણાદિક જીવના સંભવી શક્તા જ નથી.”
આપણે જે સમ્યગ્દર્શન માટે ભેદજ્ઞાનની વિધિ સમજ્યા કે, પ્રથમ પુદ્ગલથી ભેદજ્ઞાન અને પછીથી જીવના રાગાદિરૂપ ભાવો કે જે કર્મ = પુદ્ગલ આશ્રિત છે, તેનાથી ભેદજ્ઞાન અને તે ભેદજ્ઞાન પછી જ શુદ્ધાત્મા પ્રાપ્ત થાય છે. તેથી જ અહીં જણાવ્યું છે કે શરીરના વર્ણાદિભાવો તો આત્માના છે જ નહિ, પણ જે રાગાદિભાવો છે તે (ભાવરાગાદિભાવો) તો જીવમાં જ થાય છે અર્થાત્ જીવ જ તે રૂપે પરિણમે છે, જીવ કર્મના નિમિત્તે તે રૂપે પરિણમે છે, તેથી જે ભાવરાગાદિભાવો જીવના કહીએ તો કહી શકાય, તેનાથી શું પ્રયોજન સિદ્ધ થાય છે ?
Page #65
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
ભાવાર્થ :- “(ક્રોધાદિભાવોને જીવના કહેવા તેનયાભાસ જ છે તેવી) ઉપર કહેલી શંકા બરાબર નથી; કારણ કે, તે ક્રોધાદિભાવ તો જીવમાં થનારા ઔદાયિક ભાવરૂપ છે તેથી તે જીવના તળુણ (જીવનું જ પરિણમન) છે; અને તે જીવનો નૈમિત્તિક ભાવ હોવાથી તેને સર્વથા પુદ્ગલનો કહી શકાતો નથી, પણ જીવને વર્ણાદિવાળો કહેવામાં આવે ત્યાં તો વર્ણાદિક સર્વથા પુદ્ગલના જ હોવાથી તેને જીવના કઈ રીતે કહી શકાય ?
વળી ક્રોધાદિભાવોને જીવના કહેવામાં તો આ પ્રયોજન છે કે, પરલક્ષે થનારા ક્રોધાદિભાવો ક્ષણિક હોવાથી અને આત્માનો સ્વભાવ નહિ હોવાથી તે ઉપાદેય નથી માટે તેને ટાળવા જોઈએ. આવું સમ્યજ્ઞાન થાય છે તેથી પરંતુ જે લોકો એકાંતે શુદ્ધતાના ભ્રમમાં હોય છે તેઓ ક્રોધાદિ કરવા છતાં, તેને પોતાના નહિ માનીને સ્વચ્છંદી થાય છે તે સમ્યજ્ઞાન નથી પણ મિથ્યાત્વ છે) ક્રોધને જીવનો કહેવો તેમાં તો ઉપર્યુક્ત સમ્યનય લાગુ પડી શકે છે (અર્થાત્ જે તેને એકાંતે પરના માને છે તે મિથ્યાત્વી છે), પરંતુ જીવને વર્ણાદિવાળો કહેવામાં તો કાંઈ પણ પ્રયોજનની સિદ્ધિ થઈ શકતી નથી, માટે જીવને ક્રોધાદિવાળો કહેનારા અસદ્ભુત વ્યવહારનયમાં તો નયાભાસપણાનો દોષ આવતો નથી, પણ જીવને વર્ણાદિવાળો કહેવામાં તો તે દોષ આવે છે તેથી તે નયાભાસ છે.”
અમે પૂર્વે સમ્યગ્દર્શનની રીત વિશે ચર્ચા કરતી વખતે જે નિર્વિકલ્પ અનુભૂતિરૂપ સમ્યગ્દર્શન જણાવેલ તે જ ભાવવિશેષ સ્પષ્ટ કરતાં આગળ જણાવે છે કે, ત્યારે ત્યાં કોઈ પણ નયનું અવલંબન નથી.
ગાથા ૬૪૮ : અન્વયાર્થ :- “તે સ્વાનુભૂતિનો મહિમા આ પ્રમાણે છે કે, વ્યવહારનયમાં ભેદ દર્શાવાનારા વિકલ્પો ઊઠે છે અને તે નિશ્ચયનય સર્વ પ્રકારના વિકલ્પોને નિષેધ કરવાવાળો હોવાથી (નેતિનેતિરૂપ હોવાથી) એક પ્રકારથી તેમાં નિષેધાત્મક વિકલ્પ થાય છે, તથા વાસ્તવિકપણે જોવામાં આવે તો
સ્વસમયસ્થિતિમાં (સ્વાનુભૂતિમાં) ન વ્યવહારનયનો વિષયભૂત) વિકલ્પ છે કે ન (નિશ્ચયનયનો વિષયભૂત) નિષેધ છે, પરંતુ કેવળ ચેતનાનું સ્વાત્માનુભવન છે.”
અમુક લોકો પ્રશ્ન કરે છે કે નિષેધ વગરનો દષ્ટિનો વિષય કઈ રીતે હોય ? તો તેઓને અમે જણાવીએ છીએ કે, દષ્ટિના વિષયમાં ન ભેદરૂપ વિકલ્પ છે (અર્થાત્ અભેદ દ્રવ્યનું ગ્રહણ છે) અને ન તો નિષેધરૂપ વિકલ્પ છે અર્થાત્ જેનો (અશુદ્ધ ભાવોનો = વિભાવભાવોનો) નિષેધ કરવાનો હોય છે, તેના ઉપર દષ્ટિ જ નથી તેથી જ તેઓ અત્યંત ગૌણ થઈ જાય છે અને દષ્ટિ, માત્ર દષ્ટિના વિષયરૂપ શુદ્ધાત્મા ઉપર જ હોય છે કે જે નિર્વિકલ્પ જ હોય છે અને તે જ સમ્યગ્દર્શનની વિધિ છે; તેથી કહી શકાય કે નિષેધ ન કરતાં, તેના ઉપરથી દષ્ટિ જ હટાવી લેવાની છે. આ છે વિધિ સમ્યગ્દર્શનની, તેથી જેને નિષેધનો આગ્રહ હોય તેઓએ તે છોડી દેવો, કારણ કે નિષેધ એ પણ નિશ્ચયનયનો પક્ષ છે જ્યારે સમ્યગ્દર્શનનો વિષય પક્ષાતિત છે, નયાતિત છે તેથી દરેક પ્રકારનો પક્ષ અને આગ્રહ છોડ્યા વગર સમ્યગ્દર્શન થવું જ શક્ય નથી.
Page #66
--------------------------------------------------------------------------
________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની દષ્ટિનો વિષય દર્શાવતી ગાથાઓ
બીજું સમજવાનું એ છે કે, વસ્તુ જેમ છે તેમ સમજવી પડશે અર્થાત્ આત્મામાં રાગાદિ થાય છે, તો તે કઈ અપેક્ષાએ અને નિયમસાર અને સમયસાર જેવાં આધ્યાત્મિક શાસ્ત્રોમાં જે એમ લખ્યું છે કે તેરાગાદિક જીવનાં નથી, તો તે પણ કોઈ અપેક્ષાએ જ જણાવેલ છે, એકાંતે નહિ; તે માત્ર સમ્યગ્દર્શનના વિષય ઉપર દષ્ટિ કરાવવા અર્થાત્ સમ્યગ્દર્શન કરાવવા જ જણાવેલ છે; કોઈ તેને એકાંતે લઈને સ્વચ્છેદે પરિણમે તો તે તેમની મહાન ભૂલ છે કે જેનું ફળ અનંત સંસાર છે તે જ વાત આગળ જણાવે છે.
ગાથા ૬૬૩ : અન્વયાર્થ :- “તથા અહીં કેવળ સામાન્યરૂપ વસ્તુ (પરમ પારિણામિક ભાવ) નિશ્ચયથી નિશ્ચયનયનું કારણ છે તથા કર્મરૂપ કલંકથી રહિત જ્ઞાનસ્વરૂપ આત્માની (પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્માની) સિદ્ધિ ફળ છે.”
તેથી સમજવાનું એ છે કે આવા આધ્યાત્મિક શાસ્ત્રોનો કોઈ પણ વસ્તુને એકાંતે પ્રરૂપવાનો આશય જરા પણ નથી અને તેથી તેને એકાંતે તેમ ન લેવું પરંતુ તેનો આશય માત્ર સમ્યગ્દર્શનનો જે વિષય છે તે આત્મભાવમાં (પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મામાં-કારણશુદ્ધપર્યાયમાં–કારણપરમાત્મામાં) હુંપણું કરાવવું અને અન્ય સર્વે ભાવોમાંથી હુંપણું ના જે ભાવો છે કે જે બંધનના કારણ છે તે દૂર કરવાં, અર્થાત્ જીવને તે બંધનાં કારણોમાં અથવા બંધના ફળમાં હુંપણું કરતો અટકાવવો અને પરમ પારિણામિક ભાવરૂપ જીવમાં હુંપણું કરાવીને તેને સમ્યગ્દર્શની બનાવવો, મોક્ષમાર્ગમાં પ્રવેશ અપાવવો. માત્ર તે જ અપેક્ષાએ આ શાસ્ત્રોમાં રાગાદિ વગેરે ભાવો જીવના નથી એમ જણાવેલ છે, તેને તેમ એકાંતે ન સમજવું; જે કોઈ તેને એકાંતે તેમ સમજે અને પ્રરૂપે, તો તેને જૈન સિદ્ધાંતની બહાર જ સમજવો અર્થાત્ મિથ્યાત્વી જ સમજવો. સમ્યગ્દર્શન પછી સમ્યકજ્ઞાન કેવું હોય છે તે જણાવે છે :
ગાથા ૬૭૩ : અન્વયાર્થ :- “એકસાથે સામાન્ય વિશેષને વિષય કરવાવાળું જ્ઞાન સમ્યકજ્ઞાન કહેવાય છે કારણ કે જ્ઞાન આદર્શ (દર્પણ) સમાન છે તથા શૈય પ્રતિબિંબ સમાન છે.”
ભાવાર્થ :- “જેમ દર્પણ અને દર્પણમાં રહેલા પ્રતિબિંબનો યુગપત્ પ્રતિભાસ થાય છે. તે જ પ્રમાણે સામાન્ય-વિશેષને યુગપત્ વિષય કરવાવાળું જ્ઞાન, સમ્યકજ્ઞાન કહેવાય છે, અન્ય નહીં (અર્થાત્ કોઈ કહે કે આત્મા પરને જાણતો નથી એવી વ્યવસ્થા હોવાથી આત્મા પરને જાણે છે એમ કહેવું મિથ્યાત્વ સમાન છે, તો અત્રે જણાવે છે કે, તે તેમ નથી); કારણ કે જ્ઞાનને દર્પણ સમાન (અર્થાત્ જો કોઈ કહે કે જ્ઞાન પરને જાણે છે એવું ન લેવું તો તેઓને અત્રે જણાવે છે કે જે તેમ લેવામાં આવે, તો જ્ઞાનની જ સિદ્ધિ નહિ થાય) તથા તેમાં રહેલા વિષયને (અર્થાત્ યને) પ્રતિબિંબ સમાન માનવામાં આવ્યો છે.....”
કોઈ એમ કહે કે જ્ઞાન પરને નથી જાણતું તો આવું જ્ઞાન સમ્યકજ્ઞાન નથી કહેવાતું, તે વાત ક્યારેય ભૂલવા જેવી નથી. અન્યથા આપણે વિભ્રમમાં રહીને આપણું જ પરમ અહિત કરીશું.
૨
Page #67
--------------------------------------------------------------------------
________________
૬૨
સમ્યગ્દર્શનની રીત
૧૨
આત્મજ્ઞાનરૂપ સ્વાત્માનુભૂતિ પરોક્ષ કે પ્રત્યક્ષ
કોઈને પ્રશ્ન થાય કે જે સ્વાત્માનુભૂતિનું વર્ણન કરવામાં આવ્યું કે જે નિશ્ચયસમ્યગ્દર્શન છે, તે પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે અને તે કયા પ્રકારના ક્ષયોપમિક જ્ઞાનથી થાય છે ? તેના ઉત્તરરૂપ પંચાધ્યાયી પૂર્વાર્ધની ગાથા :
ગાથા ૭૦૬ : અન્વયાર્થ :- ‘‘તથા વિશેષમાં આ છે કે સ્વાત્માનુભૂતિના વખતમાં જેટલા પ્રથમનાં તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે રહે છે તેટલાં, તે બધાંય સાક્ષાત્ પ્રત્યક્ષની માફક પ્રત્યક્ષ છે, અન્ય એટલે પરોક્ષ નથી.’’
ભાવાર્થ :- ‘‘તથા એ મતિ અને શ્રુતજ્ઞાનોમાં પણ આટલી વિશેષતા છે કે (પહેલાં આ બન્ને જ્ઞાનને પરોક્ષ તરીકે પ્રતિપાદિત કરેલ છે તેથી હવે તેની વિશેષતા જણાવે છે અર્થાત્ અપવાદ જણાવે છે.), જે સમયે એ બન્નેમાંથી કોઈ એક જ્ઞાન દ્વારા સ્વાત્માનુભૂતિ થાય છે તે સમયે એ બન્ને જ્ઞાન પણ અતિન્દ્રિયસ્વાત્માને પ્રત્યક્ષ કરે છે, તેથી તે બન્ને જ્ઞાન પણ સ્વાત્માનુભૂતિના સમયમાં પ્રત્યક્ષરૂપ છે, પણ પરોક્ષ નથી.''
અર્થાત્ સમ્યગ્દર્શન એ અનંતાનુબંધી કષાય ચોકડી અને દર્શનમોહના ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષયથી થાય છે, પરંતુ તેની સાથે જ નિયમથી સમ્યક્શાનરૂપ શુદ્ધોપયોગ ઉત્પન્ન થતો હોવાથી તે શુદ્ધોપયોગને જ સ્વાત્માનુભૂતિ કહેવાય છે કે જે જ્ઞાનાવરણીયના ક્ષયોપશમરૂપ હોય છે અને તે શુદ્ધોપયોગ અર્થાત્ સ્વાત્માનુભૂતિ વિભાવરહિત આત્માની અર્થાત્ શુદ્ધાત્માની હોવાથી તેને નિર્વિકલ્પ સ્વાત્માનુભૂતિ કહેવાય છે; અર્થાત્ સ્વાત્માનુભૂતિના કાળે મનોયોગ હોવાં છતાં ત્યારે મન પણ અતિન્દ્રિય રૂપે પરિણમવાથી તેને નિર્વિકલ્પ સ્વાત્માનુભૂતિ કહેવાય છે.
(CKD
Page #68
--------------------------------------------------------------------------
________________
૧૩
સ્વાત્માનુભૂતિ આત્માના ક્યા પ્રદેશે
૬૩
કોઈને પ્રશ્ન થાય કે સ્વાત્માનુભૂતિરૂપ અનુભવ અર્થાત્ શુદ્ધાત્મામાં ‘હુંપણું’ – અતિન્દ્રિય જ્ઞાન શરીરમાં ક્યા ભાગમાં થાય છે ? ઉત્તર :- તેના ઉત્તરરૂપે પંચાધ્યાયી પૂર્વાર્ધની છ ગાથાઓમાં જણાવેલ છે કે હૃદયકમળમાં રહેલાં ભાવમન અને દ્રવ્યમનમાં.
ગાથા ૭૧૧-૭૧૨ : અન્વયાર્થ :- ‘તેનો ખુલાસો આ પ્રમાણે છે કે, આ શુદ્ધ સ્વાનુભૂતિના સમયમાં સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર – એ પ્રમાણે પાંચે ઇન્દ્રિયો ઉપયોગી માની નથી, પરંતુ ત્યાં કેવળ મન જ ઉપયોગી માનવામાં આવ્યું છે તથા અહીં નિશ્ચયથી પોતાના અર્થની અપેક્ષાથી નોઇન્દ્રિય છે. બીજું નામ જેનું એવું તે મન, દ્રવ્યમન તથા ભાવમન એ પ્રમાણે બે પ્રકારનું છે.’’
ગાથા ૭૧૩ : અન્વયાર્થ :-''જે હૃદયકમળમાં ઘનાંગુલના અસંખ્યાતમાં ભાગમાત્ર છે પ્રમાણ જેનું એવું દ્રવ્યમન હોય છે તે અચેતન હોવા છતાં પણ જ્ઞાનના વિષયને ગ્રહણ કરતી વેળા ભાવમનને સહાયતા કરવા સમર્થ થાય છે, અર્થાત્ દ્રવ્યમન, ભાવમનને સહાયતા કરે છે.’’
અર્થાત્ કોઈને લાગે કે મને અનુભવ હૃદયના ભાગમાં જ થાય છે પરંતુ એવું એકાન્તે નથી, કારણ કે દ્રવ્યમન હૃદયકમળમાં ભલે હોય પરંતુ ભાવમનરૂપ આત્માનો ક્ષયોપશમ તે આત્માના સર્વે પ્રદેશે હોવાથી અનુભૂતિ સંપૂર્ણ આત્માની હોય છે અને તે સર્વપ્રદેશે હોય છે.
=
ગાથા ૭૧૪ : અન્વયાર્થ :- “સ્વઆવરણના ક્રમપૂર્વક ઉદયભાવી ક્ષયથી જ લબ્ધિ અને ઉપયોગસહિત જે કેવળ આત્મઉપયોગરૂપ જ આત્માનો પરિણામ છે તે ભાવમન છે.’’ અર્થાત્ ભાવમન આત્માના સર્વપ્રદેશે છે.
ગાથા ૭૧૫-૭૧૬ : અન્વયાર્થ :- ‘‘સ્પર્શ, રસના, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર – એ પાંચે ઇન્દ્રિયો એક મૂર્તિક પદાર્થોને જાણવાવાળી છે તથા મન, મૂર્તિક તથા અમૂર્તિક બન્ને પદાર્થોને જાણવાવાળું છે. તેથી અહીં આ કથન નિર્દોષ છે કે, સ્વાત્માગ્રહણમાં નિશ્ચયથી મન જ ઉપયોગી છે, પરંતુ આટલું વિશેષ છે કેવિશિષ્ટ દશામાં (અતિન્દ્રિય જ્ઞાનમાં = સ્વાત્માનુભૂતિમાં) તે મન પોતે જ જ્ઞાનરૂપ થઈ જાય છે.’’
અત્રે સમજવાનું એ છે કે જે ભાવમન કહ્યું છે તે આત્માના જ્ઞાનનો જ ક્ષયોપશમરૂપ એક ઉપયોગ વિશેષ છે, અન્ય કાંઈ નથી, અજીવ દ્રવ્ય નથી અને તે ભાવમન આત્માનો વિશિષ્ટ ક્ષયોપશમ હોવાથી તે આત્માના સર્વપ્રદેશે હોય છે; પરંતુ દ્રવ્યમન હૃદયકમળમાં હોવાથી તે અપેક્ષાએ સ્વાત્માનુભૂતિરૂપ અનુભવ હૃદયકમળમાં થાય છે એમ કહેવાય.
(CKD
Page #69
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
૧૪
ઈન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી ?
બીજું ઘણાં લોકો એવું માને છે કે ઈન્દ્રિયજ્ઞાન તો જ્ઞાન જ નથી, તો તેમાં સમજવાનું એ છે કે જે દ્રવ્યઈન્દ્રિય અને નોઈન્દ્રિયરૂપ મન છે તે પુલનું બનેલું હોવાથી, તે અપેક્ષાએ એવું કહી શકાય કે ઈન્દ્રિયજ્ઞાન તો જ્ઞાન જ નથી અથવા ઇન્દ્રિયજ્ઞાન ખંડ ખંડ જ્ઞાનરૂપ હોવાથી તે અપેક્ષાએ પણ એવું કહી શકાય કે ઈન્દ્રિયજ્ઞાન તો જ્ઞાન (અખંડ જ્ઞાન) જ નથી, પરંતુ ખરેખર જોતાં તે પુદ્ગલરૂપ અજીવ ઈન્દ્રિયો જ્ઞાનના નિમિત્ત માત્ર છે પરંતુ જ્ઞાન તો આત્માનું લક્ષણ હોઈને અન્ય કોઈ પણ દ્રવ્યમાં હોતું જ નથી. તો પછી પ્રશ્ન થશે કે ઇન્દ્રિયજ્ઞાન થાય છે કઈ રીતે ?
તેનો ઉત્તર એવો છે કે, ખરેખર જે ભાવઈન્દ્રિય અને ભાવનોઈન્દ્રિયરૂપ આત્માના જ્ઞાનનું (અર્થાત્ આત્માનું) ક્ષયોપશમરૂપ વિશિષ્ટ પરિણમન છે, તે જ જ્ઞાન કરે છે અને તે જ્ઞાનને ઇન્દ્રિયની અપેક્ષાએ આત્માએ કરેલ જ્ઞાનને ઈન્દ્રિયજ્ઞાન અને નોઈન્દ્રિયજ્ઞાન એવી સંજ્ઞા મળે છે. ખરેખર જ્ઞાન તો આત્માનું લક્ષણ છે અન્ય કોઈ દ્રવ્ય જ્ઞાન કરતું જ નથી, તેથી સમજવાનું એ છે કે માત્ર તે શરીરસ્થ આત્મા જ જ્ઞાન કરે છે કે જે વાત પરમાત્મપ્રકાશ - ત્રિવિધ આત્માધિકાર ગાથા ૪૫માં પણ જણાવેલ છે કે, “જે આત્મારામ શુદ્ધ નિશ્ચયનયથી અતિન્દ્રિય જ્ઞાનમય છે, તો પણ અનાદિ બંધના કારણે વ્યવહારનયથી ઈન્દ્રિયમય શરીરને ગ્રહણ કરીને પોતાની પાંચ ઇન્દ્રિયો દ્વારા રૂપાદિ પાંચેય વિષયોને જાણે છે, અર્થાત્ ઈન્દ્રિયજ્ઞાનરૂપ પરિણમીને ઇન્દ્રિયોથી રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શને જાણે છે...” અને તેને જ અપેક્ષાએ ઈન્દ્રિયજ્ઞાન કહેવાય છે, તેથી વાસ્તવમાં ઈન્દ્રિયજ્ઞાન જ્ઞાનની અપેક્ષાએ આત્મા જ છે અન્ય કોઈ નહિ અને તેથી ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન જ છે; એ જ વાત પંચાધ્યાયી પૂર્વાર્ધની ગાથાઓમાં આગળ દઢ કરે છે.
ગાથા ૭૧૭-૭૧૮ : અન્વયાર્થ :- “નિશ્ચયથી સૂત્રથી જે મતિજ્ઞાન છે તે ઈન્દ્રિય અને મનથી ઉત્પન્ન થાય છે તથા મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાન થાય છે, એવું જે કહ્યું છે તે કથન અસિદ્ધ નથી. સારાંશ આ છે કે નિશ્ચયથી ભાવમન, જ્ઞાનવિશિષ્ટ થતું એવું પોતે જ અમૂર્ત છે તેથી એ ભાવમન દ્વારા થવાવાળું અહીં આત્મદર્શન અતિન્દ્રિયપ્રત્યક્ષ કેમ ન હોય ?”
અને સમજવાનું એ છે કે ઇન્દ્રિયજ્ઞાન કે અતિન્દ્રિયજ્ઞાન, જ્ઞાનનિયમથી આત્માનું જ હોય છે અન્ય કોઈ દ્રવ્યનું નહિ, કારણ કે જ્ઞાન તો આત્માનું લક્ષણ છે. તેથી એમ પણ કહી શકાય કે ઇન્દ્રિયજ્ઞાન સ્વમાં જવાની સીડી છે, કારણ કે ઇન્દ્રિય ભલે પુદ્ગલરૂપ અજીવ હોય, પરંતુ તેના નિમિત્તે જે જ્ઞાન થાય છે તે વિશેષ જ્ઞાનને અર્થાત્ તે જ્ઞાનાકારને ગૌણ કરતાં જ ત્યાં સામાન્ય જ્ઞાન અથાત્ જ્ઞાયક હાજર જ હોય છે કે જે દષ્ટિનો
Page #70
--------------------------------------------------------------------------
________________
ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી ?
૬૫
વિષય છે કે જેમાં હુંપણું કરતાં જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે કારણ કે સ્કૂલથી જ સૂક્ષ્મમાં જવાય અર્થાત્ પ્રગટથી જ અપ્રગટમાં જવાય અર્થાત્ વ્યક્તથી જ અવ્યક્તમાં જવાય એ જ નિયમ છે.
ભાવાર્થ :- “........ સારાંશ આ છે કે, સ્વાત્મરસમાં નિમગ્ન થવાવાળું ભાવમન પોતે જ અમૂર્ત હોઈને સ્વાનુભૂતિના સમયમાં આત્મપ્રત્યક્ષ કરવાવાળું કહેવામાં આવ્યું છે. જેમ શ્રેણી ચઢતા સમયે જ્ઞાનની જે નિર્વિકલ્પ અવસ્થા છે તે નિર્વિકલ્પ અવસ્થામાં ધ્યાનની અવસ્થાસંપન્નશ્રુતજ્ઞાન વા એ શ્રુતજ્ઞાનની પહેલાનું મતિજ્ઞાન અતિન્દ્રિય પ્રત્યક્ષ હોય છે. તે જ પ્રમાણે સમ્યગ્દષ્ટિજીવ ચોથા ગુણસ્થાનથી માંડીને સાતમા ગુણસ્થાનવર્તી છે. તેમનું અતિશ્રુતજ્ઞાનાત્મક ભાવમન પણ સ્વાનુભૂતિના સમયમાં વિશેષ દશાસંપન્ન થવાથી શ્રેણીના જેવું તો નથી, પરંતુ તેની ભૂમિકાને યોગ્ય નિર્વિકલ્પ તો થાય છે. તેથી એ અતિશ્રુતજ્ઞાનાત્મક ભાવમનને સ્વાનુભૂતિના સમયમાં પ્રત્યક્ષ માનવામાં આવે છે, ત્યાં એ જ કારણ છે કે, મતિશ્રુતજ્ઞાન વિના કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ શકતી નથી, પરંતુ અવધિ -મન:પર્યયજ્ઞાન વિના થઈ શકે છે.”
સ્વાત્મરસમાં નિમગ્ન થવાવાળું ભાવમન અર્થાત્ વિકલ્પયુક્ત આત્મામાંથી (= પર્યાયમાંથી) વિકલ્પને (= વિશેષને) ગૌણ કરતાં જ અર્થાત્ વિકલ્પને, નિર્વિકલ્પમાં નિમગ્ન કરતાં (= ડુબાડતા) જ સામાન્યરૂપ આત્મા અર્થાત્ પરમ પરિણામિક ભાવની અનુભૂતિ થાય છે કે જેને નિર્વિકલ્પ અનુભૂતિ કહેવાય છે કે જે અતિન્દ્રિય પ્રત્યક્ષ હોય છે કે જે અનુભવની વિધિ છે અર્થાત્ તે જ સમ્યગ્દર્શનની રીત છે.
હવે આપણે પંચાધ્યાયી ઉત્તરાર્ધની (પં. દેવકીનંદજીકૃત હિંદી ટીકાના આધાર ઉપરથી સરળ ગુજરાતી ટીકા અનુવાદક સોમચંદ અમથાલાલ શાહ – પ્રકાશક ભગવાન શ્રી કુંદકુંદ-કહાન જૈનશાસ્ત્રમાળા, પુષ્પ ૩૨, આવૃત્તિ ૧) ગાથાઓથી આ જ બધાં ભાવો દઢ કરીશું :
ગાથા ૪૬૧-૪૬ર : અન્વયાર્થ:- “અથવા ઇન્દ્રિયજન્ય જ્ઞાન, દેશપ્રત્યક્ષ હોય છે તેથી વાસ્તવમાં તે અસ્તિકા, આત્માના સુખાદિકની માફક સંવેદનપ્રત્યક્ષ કેવી રીતે થઈ શકે છે? ઠીક છે, પરંતુ પ્રથમનાં મતિ અને શ્રુત એ બે જ્ઞાન, પરપદાર્થોને જાણતાં સમયે પરોક્ષ છે તથા દર્શનમોહનીયનો ઉપશમ, ક્ષય તથા ક્ષયોપશમ થવાના કારણથી સ્વાનુભવકાળમાં પ્રત્યક્ષ છે.”
શંકાકાર શંકા કરે છે કે ઇન્દ્રિય અને મનનો નિરોધ અને ત્ર-સ્થાવર જીવોની રક્ષા શું છે?
ઉત્તર :- ગાથા ૧૧૧૮ : અન્વયાર્થ :- “શંકાકારનું ઉપરોક્ત કથન ઠીક છે; કારણ કે, જે ઈન્દ્રિયોના સંબંધથી પદાર્થનું જ્ઞાન થાય છે તે જ્ઞાન અસંયમજનક થતું નથી, પરંતુ એ વિષયોમાં જે રાગાદિ બુદ્ધિ ઉત્પન્ન થતી હતી તેને ન થવા દેવી એ જ ઈન્દ્રિયસંયમ છે.”
અર્થાત્ કોઈએ ઈન્દ્રિયજ્ઞાનથી ડરવાની જરૂર નથી અર્થાત્ ઈન્દ્રિયજ્ઞાનનો નકાર કરવાની જરૂર નથી, કારણ કે તે આત્માનો જ એક ઉપયોગ વિશેષ છે અને તેથી જ તે જ્ઞાન અસંયમજનક થતું નથી; પરંતુ એ જ્ઞાનના વિષયોમાં જે રાગાદિ બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેને ન થવા દેવી, એ જ સંયમ છે અને એ જ કર્તવ્ય છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૬
સમ્યગ્દર્શનની રીત
૧૫
પર્યાય પરમ પારિણામિક ભાવનો જ બનેલ છે
પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથાઓ
ગાથા ૬૧ : અન્વયાર્થ :- ‘સ્વયં અનાદિસિદ્ધ સમાં (આત્મામાં) પણ પારિણામિક શક્તિથી (પરિણામિક ભાવથી) સ્વાભાવિકી ક્રિયા તથા વૈભાવિકી ક્રિયા થાય છે.’’
:
ભાવાર્થ :- ‘આગમમાં જીવના પાંચ ભાવો કહ્યા છે, તેમાં એક પારિણામિક ભાવ છે તેને પારિણામિક શક્તિ પણ કહેવામાં આવે છે, તેના બે પ્રકારના પર્યાય થાય છે – એક સ્વાભાવિક તથા બીજી વૈભાવિક (અત્રે જે એક દ્રવ્યના બે પર્યાયો કહ્યા છે, તે અપેક્ષાએ બે છે, વાસ્તવમાં બે ન સમજવા. કારણ કે એક દ્રવ્યનો એક જ પર્યાય હોય છે, પરંતુ તેને સામાન્ય અને વિશેષ એવી બે અપેક્ષાએ બે પર્યાય કહ્યા છે, તેમાં સામાન્ય ને સ્વાભાવિક પર્યાય કહેવાય છે અને વિશેષને વૈભાવિક પર્યાય કહેવાય છે. અર્થાત્ તે વિશેષ પર્યાય સામાન્યભાવનો જ બનેલ હોવાથી અર્થાત્ તે પરમ પારિણામિક ભાવનો જ બનેલ હોવાથી, વાસ્તવમાં પર્યાય એક જ હોય છે). આ બન્ને જીવની પોતાની અપેક્ષાએ પારિણામિક ભાવ છે. આ નિશ્ચયકથન છે (જુઓ જયધવલા ભાગ-૧, પૃષ્ઠ ૩૧૯ તથા ધવલાટીકા ભાગ-૫, પૃષ્ઠ ૧૯૭-૨૪૨-૨૪૩) અને કર્મના ઉદયની અપેક્ષા બતાવવા માટે જીવના વિકારીભાવને (અર્થાત્ વિભાવભાવરૂપ વિશેષ ભાવને) ઔયિકભાવ કહેવામાં આવે છે, આ વ્યવહારકથન છે.’’
અત્રે સમજવાનું એ છે કે નિશ્ચયનયે (અભેદન) જીવને એકમાત્ર પારિણામિક ભાવ જ હોય છે, પરંતુ વ્યવહારનયે (ભેદનયે) તે જ ભાવને સામાન્ય અપેક્ષાએ પરમ પારિણામિક ભાવ અને વિશેષ અપેક્ષાએ ઔદેયિકાદિ ચાર ભાવરૂપ કહેવાય છે. અર્થાત્ વિશેષરૂપ ઔદેયિકાદિ ચાર ભાવરૂપ પર્યાય સામાન્યભાવની જ બનેલી હોય છે અર્થાત્ તે પરમ પારિણામિક ભાવની જ બનેલ હોય છે અર્થાત્ ઔદૈયિકાદિ સર્વ વિશેષભાવરૂપ હું = પરમ પારિણામિક ભાવ જ પરિણમું છું અને તેથી મારે = પરમ પારિણામિક ભાવે જ મારામાં = પરમ પારિણામિક ભાવમાં જાગૃતિ રાખવાની છે અને પોતાને ક્રોધ, માન, માયા, લોભ, ભય, પરિગ્રહ, વાસના, વગેરેથી બચાવવાનો છે, કે જેને સંવરભાવ કહેવાય છે કે જેના થકી નિર્જરા થાય છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
પર્યાય પરમપારિણામિકભાવની જ બનેલ છે
That means, T = pure awareness =પરમ પારિણામિક ભાવ = જ્ઞાયકભાવ am getting
manifested as all the feelings like pain, happiness, etc. and as knowledge, memory,
etc. = યિકાદિ સર્વવિશેષભાવbut T shall be aware of myself and restrain myself from
૬૭
being getting involved in sins, lust, anger, ego, deceit, cruelty, fear, possessiveness, etc. for saving myself of bondage, unlimited pain and sufferings.
ગાથા ૬૩-૬૪ : અન્વયાર્થ :- ‘‘શંકાકાર કહે છે કે, જો અનાદિ સત્માં વૈભાવિકી ક્રિયા (અર્થાત્ વિભાવભાવરૂપ ઔદૈયિકભાવ) પણ પરિણમનશીલતાથી થાય છે (અર્થાત્ તે ભાવ પણ પારિણામિક ભાવ જ હોય છે), તો નિશ્ચયથી તેમાં સ્વાભાવિકી ક્રિયાથી (અર્થાત્ પરમ પારિણામિક ભાવથી) વિશેષતા રાખવાવાળો કયો વિશેષ ભેદ રહેશે ? તથા પદાર્થોને જાણવાવાળું જ્ઞાન આત્માનું સ્વલક્ષણ છે તેથી તે જ્ઞાનની આ જ્ઞેયના આકારે થવારૂપ ક્રિયા કેવી રીતે વૈભાવિકી ક્રિયા થઈ શકે છે ?’’
આ જ વાત સમયસાર ગાથા ૬માં પણ કર્તા કર્મનું અનન્યપણું જણાવીને સમજાવેલ છે, ત્યાં એમ સમજવું કે કર્મ (જ્ઞેયાકાર = ચાર ભાવ = પર્યાય = વિશેષભાવ), કર્તા (સામાન્ય ભાવ = પરમ પારિણામિક ભાવ = જ્ઞાયકભાવ)ના જ બનેલ હોવાથી કર્તા કર્મનું અનન્યપણું જણાવેલ છે અને બીજું સમયસાર ગાથા ૬માં જાણવાવાળો તે હું અર્થાત્ આત્મા જ્યારે પરને જાણે છે ત્યારે તે જે જ્ઞેયાકાર છે તે ખરેખર જ્ઞાનાકાર જ છે અને તે જ્ઞાનાકારમાં પણ જ્યારે આકારરૂપ વિકલ્પને ગૌણ કરવામાં આવે, તો તે જ્ઞાયક જ છે અર્થાત્ તે જ ‘પરમ પારિણામિક ભાવ’’છે, ‘‘કારણશુદ્ધપર્યાય’' છે, તે જ વાત અત્રે દઢ થાય છે.
તે જ વાત સમયસાર ગાથા ૧૩માં પણ જણાવેલ છે. તેમાં દૃષ્ટિનો વિષય ‘નવ તત્ત્વમાં (પર્યાયમાં) છુપાયેલ આત્મજ્યોતિરૂપ કહ્યો છે.’ અર્થાત્ અવ્યક્ત વ્યક્તમાં જ છુપાયેલ છે અર્થાત્ વ્યક્ત અવ્યક્તનું જ બનેલ છે છતાં કહેવાય એમ જ કે વ્યક્તને અવ્યક્ત સ્પર્શતું જ નથી, આ જ ખૂબી છે જૈનશાસનના નયચક્રની અને આ જ અપેક્ષાએ અવ્યક્તના બોલ સમજવાં જરૂરી છે, અન્યથા નહિ અર્થાત્ એકાંતે નહિ, કારણ કે એકાંત તો અનંત પરાવર્તનનું કારણ થવા સક્ષમ છે. તેથી અમે જ્યારે પ્રશ્ન કરીએ કે તે પર્યાય શેનો બનેલો છે ? અને ઉત્તરમાં અમે જણાવીએ છીએ કે ‘પરમ પારિણામિક ભાવનો’’ અર્થાત્ જે પર્યાય છે તે દ્રવ્યનો જ (અર્થાત્ ધ્રુવનો જ, પરમ પારિણામિક ભાવનો જ) બનેલ છે કે જેના વિશે અમે પૂર્વે અનેક આધારો સહિત સમજાવેલ જ છે, તે જ વાત અત્રે દૃઢ થાય છે.
આ જ વાત સમયસાર શ્લોક ૨૭૧માં પણ જણાવેલ છે. શ્લોકાર્થ :- “જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો, (પરંતુ) જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના શ્ર્લોલરૂપે પરિણમતો તે જ્ઞાન-જ્ઞેય-જ્ઞાતામય વસ્તુમાત્ર જાણવો.’’ અર્થાત્ જ્ઞેય છે તે જ્ઞાનમય છે, જ્ઞાન છે તે જ્ઞાતામય છે અને તે જ્ઞાતા-જ્ઞાન-જ્ઞેયની એકરૂપતાથી સાબિત થાય છે કે પર્યાય (જ્ઞેય) જ્ઞાતા(પરમ પારિણામિક ભાવ)ની
Page #73
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
બનેલી છે. એટલે કે ચાર ભાવ (પર્યાય = વિભાવભાવ) તે એક પરમ પરિણામિક ભાવના જ બનેલા છે. એટલે કે ચારેય ભાવોનું (પર્યાયનું) સામાન્ય તે પરમ પારિણામિક ભાવ છે. એટલે કે જેમ ફોયમાં જ્ઞાતા હાજર છે તેમ દરેક પર્યાયમાં જ્ઞાતા = પરમ પારિણામિક ભાવ હાજર જ છે. તે પર્યાય તેનો જ (જ્ઞાનશેય-જ્ઞાતા) બનેલો છે. અર્થાત્ ચાર ભાવો(પર્યાય = વિભાવભાવ)ને ગૌણ કરતા જ્ઞાયક = પરમ પારિણામિક ભાવ પ્રાપ્ત થાય છે કે જે દષ્ટિનો વિષય છે. આ રીતે દરેક પર્યાયમાં પૂર્ણ દ્રવ્ય હાજરાહજૂર છે જ, માત્ર તેની દષ્ટિ કરતા આવડવું જોઈએ; આથી જ દષ્ટિ અનુસાર એમ કહી શકાય કે જે દ્રવ્ય છે તે જ પર્યાય છે (તે પર્યાયદષ્ટિ) અથવા જે પર્યાય છે તે જ દ્રવ્ય છે (તે દ્રવ્યદૃષ્ટિ).
જ્ઞાન (આત્મા) સામાન્ય વિશેષાત્મક હોય છે. જ્ઞાન સામાન્યભાવ (પરમ પારિણામિક ભાવ) નિર્વિકલ્પ હોય છે, જ્યારે જ્ઞાનવિશેષભાવ (ચાર ભાવરૂપ) સવિકલ્પ હોય છે, જેથી કરીને જ્ઞાન સામાન્યભાવ (પરમ પારિણામિક ભાવ)માં હુંપણું કરતા જ નિર્વિકલ્પ અનુભૂતિ હોય છે. આ જ સમ્યગ્દર્શનની વિધિ (રીત) છે.
ગાથા ૬૬-૬૭ : અન્વયાર્થ :- “(વૈભાવિકી તથા સ્વાભાવિકી એ બન્ને ક્રિયાઓ = પર્યાયો જ્યારે પારિણામિક જ છે તો તેમાં કાંઈ જ અંતર નથી) એ પ્રમાણે કહેવું ઠીક નથી, કારણ કે બદ્ધ અને અબદ્ધ જ્ઞાનમાં તફાવત છે, તેમાંથી મોહનીય કર્મથી આવરિત જ્ઞાનને (અર્થાત્ ઔદેયિકરૂપ વિશેષ ભાવોને) બદ્ધ કહે છે તથા એ મોહનીય કર્મથી અનાવરિત જ્ઞાનને (અર્થાત્ સામાન્ય જ્ઞાનને, જ્ઞાયકરૂપ જ્ઞાનને પરમ પારિણામિક ભાવરૂપ જ્ઞાનને તથા કારણશુદ્ધપર્યાયરૂપ જ્ઞાનને) અબદ્ધ કહે છે. જે જ્ઞાન મોહકમથી આવરિત એટલે જોડાયેલું છે, તે જેમ ઈષ્ટ અને અનિષ્ટ અર્થના સંયોગથી પોતાની મેળે જ રાગદ્વેષમય થાય છે તેમ જ તે પ્રત્યેક પદાર્થને ક્રમે ક્રમે વિષય કરવાવાળું હોય છે અર્થાત્ તે સર્વ પદાર્થોને એકસાથ વિષય કરવાવાળું હોતું નથી.” આ જ વિષયને ગાથા ૧૩૦માં વિશેષ સ્પષ્ટ કરેલ છે તેથી તે હવે જોઈશું.
ગાથા ૧૩૦ : અન્વયાર્થ :- “પરગુણ આકારરૂપ પરિણામિકી ક્રિયા બંધ કહેવાય છે, તથા એ ક્રિયાના થવાથી જ એ બંને જીવ અને કર્મોનું પોતપોતાના ગુણોથી ગ્રુત થવું થાય છે તે અશુદ્ધતા કહેવાય છે.” અર્થાત્ પારિણામિકી ક્રિયા એટલે જ પારિણામિકી ભાવરૂપ (પર્યાયરૂપ) જીવ જ પરિણમે છે.
ભાવાર્થ :- “દરેક દ્રવ્યમાં પારિણામિક ભાવ હોય છે, જીવ અને પુલમાં તેની બે પ્રકારની ક્રિયા થાય છે એક શુદ્ધ તથા બીજી અશુદ્ધ. દરેક દ્રવ્ય તે ક્રિયા પોતે સ્વયં કરતું હોવાથી તે ક્રિયા પારિણામિક ભાવે છે. જેમ જીવમાં ક્રોધ થાય છે તે સ્વઅપેક્ષાએ પારિણામિક ભાવ (ક્રિયા) છે (અર્થાત્ ઔદેયિકભાવ ખરેખર તો પરમ પારિણામિક ભાવનો જ બનેલો છે) (જુઓ જયધવલ ભાગ ૧, પૃષ્ઠ ૩૧૯ તથા શ્રી ષટખંડાગમ પુસ્તક ૫, પૃષ્ઠ ૧૯૭-૨૪૨-૨૪૩). વળી વિકારીભાવોમાં કર્મના ઉદયની અપેક્ષા બતાવવી હોય ત્યારે તે
Page #74
--------------------------------------------------------------------------
________________
પર્યાય પરમ પારિવામિક ભાવનો જ બનેલ છે
પર્યાયને દેયિકી પણ કહેવાય છે (આ જ વાત પૂર્વે અમે જણાવેલ કે ઓયિકીભાવરૂપ પર્યાય ખરેખર પારિણામિક ભાવનો જ બનેલ છે કે જે તેનો સામાન્યભાવ કહેવાય છે), પરંતુ તેથી કાંઈ એમ ન સમજવું કે જીવમાં પરનો કોઈ પણ ગુણ આવી જાય છે.
બીજું જે ભાવ (વિભાવભાવ) જીવમાંથી નીકળી જવા યોગ્ય હોય તે પોતાનું સ્વરૂપ નહિ હોવાથી નિશ્ચયનયે તે પોતાના નથી તેને પરભાવ, પરગુણાકાર વગેરે નામથી ઓળખવામાં આવે છે. આ અપેક્ષાએ જીવના વિકારીભાવને નિશ્ચયનયથી પુદ્ગલપરિણામ કહેવામાં આવે છે, કારણ કે તે જીવનો સ્વભાવ નથી અને પુલના સંબંધથી થાય છે તેથી એ વિકારભાવ નિશ્ચયબંધ છે. એ વિકારી પરિણામિકી ક્રિયા થતાં પોતાના ગુણથી ચુત થવું તે અશુદ્ધતા છે.”
અર્થાત્ જે જીવનો પરમ પારિણામિક ભાવ છે અર્થાત્ જે જીવનું સહજ પરિણમન છે તે જ પરલક્ષે અશુદ્ધતારૂપ પરિણમીને નિશ્ચયબંધરૂપ થાય છે અને તેથી જ તે અશુદ્ધતાને ગૌણ કરતાં જ પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા કે જે સમ્યગ્દર્શનનો વિષય છે તે હાજર જ હોય છે અને તે જ અપેક્ષાએ સમયસાર ગાથા ૧૩માં પણ જણાવ્યું છે કે, “નવતત્ત્વમાં છુપાયેલ આત્મજ્યોતિ” અર્થાત્ તે નવતત્ત્વરૂપ જે જીવનું પરિણમન છે (પર્યાય છે, તેમાંથી અશુદ્ધિઓને ગૌણ કરતાં જ જે શેષ રહે છે તે જ પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા છે, તે જ કારણશુદ્ધપર્યાય છે, તે જ દષ્ટિનો વિષય છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
૧૬ સ્વભાવપર્યાય અને વિભાવપર્યાય
અમે જે પૂર્વે જણાવ્યું કે સ્વભાવ પર્યાય અને વિભાવપર્યાય તેમ બે પર્યાય અપેક્ષાએ કહેવાય છે, અર્થાત્ બંને એક જ પર્યાય (વસ્તુ, દ્રવ્ય)નું અનુક્રમે સામાન્યરૂપ અને વિશેષરૂપ છે, પરંતુ એમ નથી કે સ્વાભાવિક શક્તિ અને વૈભાવિક શક્તિ એક જ કાળમાં હોય છે. કારણ કે તેમ માનતાં બન્ને પર્યાય વિશેષરૂપ થઈ જતાં, એક દ્રવ્યની એક કાળમાં બે પર્યાયનો પ્રસંગ આવશે અને કાર્યકારણભાવના નાશનો પ્રસંગ આવશે કે જેથી બંધ મોક્ષના અભાવનો પ્રસંગ આવશે, તે જ હવે આગળ જણાવે છે.
પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથા ગાથા ૯૨ : અન્વયાર્થ:- “એ સ્વાભાવિકી અને વૈભાવિકી શક્તિનો એક કાળમાં સદ્ભાવ માનતાં ન્યાયથી પણ ઘણો મોટો દોષ આવશે, કારણ કે યુગપત્ સ્વાભાવિક અને વૈભાવિક ભાવને માનવાથી કાર્યકારણભાવનો નાશ તથા બંધ-મોક્ષના નાશ થવાનો પ્રસંગ આવે છે.”
ભાવાર્થ :- “વૈભાવિકી શક્તિની વિભાવ અને સ્વભાવરૂપ બે અવસ્થા માનવાથી બંધ અને મોક્ષની વ્યવસ્થા સિદ્ધ થઈ જાય છે તથા એ વિભાવ અને સ્વભાવ અવસ્થાઓ ક્રમવર્તી છે, તેથી બંધ અને મોક્ષનાં કાર્ય-કારણ ભાવો જુદા જુદા છે એમ પણ સિદ્ધ થાય છે. પરંતુ બંને શક્તિઓને યુગપ માનવાથી ન તો કાર્ય-કારણભાવ બની શકશે તથા ન તો બંધ-મોક્ષની વ્યવસ્થા જ બની શકશે.”
આપણે જે પૂર્વે જોઈ ગયા છીએ, તે જ અત્રે જણાવેલ છે કે જો છમસ્થ જીવમાં સ્વભાવપર્યાય અને વિભાવપર્યાય એવા બે પર્યાય માનવામાં આવે તો જે કાર્ય-કારણરૂપ વ્યવસ્થા છે તે સિદ્ધ જ નહિ થાય અર્થાત્ જે આત્મામાં પ્રત્યેક પ્રદેશ કર્યો છે અને તેના નિમિત્તે તે અશુદ્ધરૂપ પરિણમે છે તેવો કાર્યકારણભાવ અને તે કર્મોનો અભાવ થતાં જ તે જીવ શુદ્ધરૂપે પરિણમે છે તેવાં બંધ અને મોક્ષ પણ સિદ્ધ નહિ થાય. તેથી છદ્મસ્થ જીવમાં વિશેષરૂપ વિભાવપરિણમન અને સામાન્યરૂપ સ્વભાવપરિણમન જ માનવું યોગ્ય છે કે જે સામાન્યરૂપ સ્વભાવપરિણમન ના બળે તે જીવ કર્મોના નિમિત્તે થતાં ભાવમાં હુંપણાં થી છુટી અર્થાત્ તેમાં હુંપણું નહિ કરતાં, માત્ર પરમ પરિણામિક ભાવમાં જ “હુંપણું કરે છે અને તે વિભાવરૂપ ભાવોને ક્ષણિક અને હેયરૂપ માની કર્મોના નાશ માટેની શક્તિ મેળવે છે અને આગળ તેવો જ પુરુષાર્થ ફરી ફરી કરીને સર્વ કર્મોનો નાશ કરીને, તેવાં ભાવોથી સર્વથા, સર્વકાળ માટે મુકાય છે, મુક્ત થાય છે; તે જ મોક્ષ છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
૧૭.
નવ તત્ત્વની સાચી શ્રદ્ધાનું સ્વરૂપ
પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથાઓ :
ગાથા ૧૩૩-૧૩૪-૧૩૫ :- “વાસ્તવમાં અહીં શુદ્ધ નયની અપેક્ષાએ જીવ શુદ્ધ પણ છે (અર્થાત્ એકાંતે શુદ્ધ નથી અથવા તો તેનો એક ભાગ શુદ્ધ અને એક અશુદ્ધ એવું પણ નથી પરંતુ અપેક્ષાએ જીવ શુદ્ધ પણ છે) તથા કથંચિત્ બદ્ધાબદ્ધય એટલે વ્યવહારનયથી જીવ અશુદ્ધ છે એ પણ અસિદ્ધ નથી (અર્થાત્ વ્યવહારનયથી જીવ અશુદ્ધ છે). સંપૂર્ણ શુદ્ધનય એક, અભેદ અને નિર્વિકલ્પ છે તથા વ્યવહારનય અનેક, ભેદરૂપ અને સવિકલ્પ છે. એ શુદ્ધનયનો વિષય ચેતનાત્મક શુદ્ધ જીવ વાચ્ય છે અને વ્યવહારનયના વિષયરૂપ તે જીવ આદિ નવ પદાર્થો કહેવામાં આવ્યા છે.”
આપણે શરૂઆતમાં જ જે સમજ્યા કે વસ્તુ એક અભેદ છે અને તેને જોવાની દષ્ટિ અનુસાર તે જ વસ્તુ શુદ્ધ અથવા અશુદ્ધ, અભેદ અથવા ભેદરૂપ જણાય છે, તે જ વાત અત્રે સિદ્ધ કરેલ છે. હવે સમયસાર ગાથા ૧૩ના જે ભાવ છે કે, “નવ તત્ત્વમાં છુપાયેલી આત્મ(-ચૈતન્ય) જ્યોતિ તે જ ભાવ વ્યક્ત કરે છે.
ગાથા ૧૫૫ : અન્વયાર્થી :- “અર્થાત્ એક જીવ જ જીવ-અછવાદિક નવ પદાર્થરૂપ થઈને વિરાજમાન છે અને એ નવ પદાર્થની અવસ્થાઓમાં પણ જો વિશેષ અવસ્થાઓની વિવક્ષા ન કરવામાં આવે, તો (અર્થાત્ વિશેષરૂપ વિભાવ ભાવોને જો ગૌણ કરવામાં આવે તો) કેવળ શુદ્ધ જીવ જ છે (કેવળ પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા જ છે અર્થાત્ તે કેવળ કારણ શુદ્ધપર્યાયરૂપ દષ્ટિનો વિષય જ છે અર્થાત્ તે વિશેષ અવસ્થાઓ – પર્યાયો પરમ પારિણામિક ભાવની જ બનેલ છે એ જ વાત સિદ્ધ થાય છે).”
ગાથા ૧૬૦-૧૬૩ અન્વયાર્થ :- “સોપક્તિથી ઉપાધિસહિત સુવર્ણ ત્યાજ્ય નથી, કારણ કે તેનો ત્યાગ કરતાં સર્વ શૂન્યતાદિ દોષોનો પ્રસંગ આવે છે (તે જ રીતે જો અશુદ્ધરૂપ પરિણમેલ જીવ અર્થાત્ અશુદ્ધ પર્યાયનો જો ત્યાગ કરવામાં આવે તો ત્યાં પૂર્ણ દ્રવ્યનો જ ત્યાગ થઈ જતાં, સર્વશૂન્યતાદિનો દોષ આવશે અર્થાત્ તે અશુદ્ધ પર્યાયમાં જ પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા છુપાયેલ હોવાથી જો તે અશુદ્ધ પર્યાયનો ત્યાગ કરશો, તો પૂર્ણ દ્રવ્યનો જ લોપ થઈ જશે અને તેથી તે અશુદ્ધ પર્યાયનો ત્યાગ ન કરતાં, માત્ર અશુદ્ધિને જ ગૌણ કરવી અને તેમ કરતાં જ પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા કે જે દષ્ટિનો વિષય
Page #77
--------------------------------------------------------------------------
________________
૭૨
સમ્યગ્દર્શનની રીત
છે તે ઉપલબ્ધ થશે), (બીજું) આવું કથન પણ પરીક્ષા કરવાથી સિદ્ધ નથી થઈ શકતું કે જે સમયે સુવર્ણ, પર્યાયથી શુદ્ધ છે તે સમયે જ તે શુદ્ધ છે (અર્થાત્ જે અશુદ્ધરૂપ પરિણમેલ સંસારી જીવોને એકાંતે અશુદ્ધ જ માને છે અને શુદ્ધોપયોગ માત્ર ૧૩માં ગુણસ્થાનકથી જ માને છે, તેને શુદ્ધાત્માની પ્રાપ્તિ થવાની જ નથી અર્થાત્ તેવા જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી જ નથી અને બીજું, જેઓ પર્યાયને અશુદ્ધ માનીને પર્યાયને દૃષ્ટિના વિષયમાં સામેલ કરતાં નથી અને એકાંતે શુદ્ધવ શોધે છે, તેને પણ તેની પ્રાપ્તિ થવાની જ નથી અર્થાત્ તેવા જીવને પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી જ નથી). કારણ કે, (એકાંત) શુદ્ધ દ્રવ્યની પ્રાપ્તિ ન થતાં તેની પ્રાપ્તિના હેતુનું પણ અદર્શન સિદ્ધ થાય છે [અર્થાત્ જો ખાણમાંથી નીકળેલ અશુદ્ધ સુવર્ણનો અસ્વીકાર કરો તો તેમાં છુપાયેલ શુદ્ધ સુવર્ણની પ્રાપ્તિ પણ થઈ શકવાની નથી; તેવી જ રીતે અશુદ્ધ જીવમાં (પર્યાયમાં) જ શુદ્ધાત્મા છુપાયેલ છે તેમ જાણવું.]
(હવે શુદ્ધાત્માની પ્રાપ્તિની રીત બતાવે છે અર્થાત્ સમ્યગ્દર્શનની રીત બતાવે છે.) જે સમયે તે અશુદ્ધ સુવર્ણનાં રૂપોમાં કેવળ શુદ્ધ સુવર્ણ દૃષ્ટિ ગોચર કરવામાં આવે છે (અર્થાત્ અશુદ્ધ પર્યાયમાં દ્રવ્યદૃષ્ટિએ કેવળ શુદ્ધાત્મા = પરમ પારિણામિક ભાવ દષ્ટિગોચર કરવામાં આવે છે) તે સમયે પરદ્રવ્યની ઉપાધિ દૃષ્ટિગોચર થતી નથી (અર્થાત્ પર્યાયરૂપ પરિણમેલ દ્રવ્યની અશુદ્ધિ ગૌણ થતાં જ પૂર્ણ સાક્ષાત્ શુદ્ધાત્મા જ જણાય છે), પરંતુ પ્રત્યક્ષ પ્રમાણથી પોતાનું અભિષ્ટ એ કેવળ શુદ્ધ સુવર્ણ જ દૃષ્ટિગોચર થાય છે. [ તેથી જ બીજાને જે દ્રવ્ય પ્રમાણનું ભાસે છે, તે જ દ્રવ્યમાં અમને પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્માના દર્શન થાય છે; તેથી કહી શકાય કે, તેમાં બીજાનો દોષ માત્ર એ છે કે જ્યારે તેને (દ્રવ્યને) શુદ્ધ દ્રવ્યાર્થિક નયે ગ્રહણ કરવાનું છે ત્યારે પણ તેઓ તેને પ્રમાણદૃષ્ટિથી જ ગ્રહણ કરે છે, કારણ કે તેઓની ધારણામાં દ્રવ્ય બે ભાગવાળું છે કે જેમાંનો એક ભાગ શુદ્ધ અને બીજો અશુદ્ધ છે. બીજાની આવી માન્યતાની ભૂલ હોવાથી, અમે જ્યારે પૂર્ણદ્રવ્યની વાત કરીએ ત્યારે તેઓને તેમાં પ્રમાણના દ્રવ્યનાં જ દર્શન થાય છે અને જ્યારે અમે તે જ પ્રમાણના દ્રવ્યને શુદ્ધ દ્રવ્યાર્થિક નયે ગ્રહણ કરીને તેને શુદ્ધાત્મા પરમ પારિણામિક ભાવ કહીએ, ત્યારે તેઓ પર્યાયથી ભિન્ન, અપરિણામી = કુટસ્થ શોધે છે, કે જેનું અસ્તિત્વ જ નથી, જે કદી શુદ્ધ ભાગરૂપ અર્થાત્ એકાંત શુદ્ધરૂપ મળવાનો જ નથી.] એટલા માટે સિદ્ધ થાય છે કે, જેમ તે અશુદ્ધ સુવર્ણમાળામાં અન્ય ધાતુઓનો સંયોગ છતાં પણ વાસ્તવમાં પરસંયોગ વિનાનું ભિન્નરૂપથી શુદ્ધ સુવર્ણનું અસ્તિત્વ સિદ્ધ થાય છે તેવી જ રીતે જીવાદિક નવ પદાર્થોમાં શુદ્ધ જીવનું અસ્તિત્વ સિદ્ધ છે.’’ અન્યથા નહિ, અર્થાત્ તે અશુદ્ધ પર્યાયો સિવાય તે કાળે જીવત્વ અન્ય કાંઈ જ નથી તે પૂર્ણ જીવ જ તે રૂપે પરિણમેલ છે, માટે તેમાં જ શુદ્ધાત્મા છુપાયેલ છે. આ જ ભાવના અનુસંધાનરૂપ દૃષ્ટાંતો હવે પછીની ગાથાઓમાં આપેલ છે, તે ટૂંકમાં જણાવીએ છીએ :
ગાથા ૧૬૬ :- · આમાં કીચડ સહિત જળનું ઉદાહરણ છે. તે કીચડ સહિત જળમાં જ શુદ્ધ જળ છુપાયેલ છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
નવ તત્ત્વની સાચી શ્રદ્ધાનું સ્વરૂપ
ગાથા ૧૬૭:- આમાં અગ્નિનું દષ્ટાંત છે. ઉપચારથી અગ્નિનો આકાર તેના બળતણ અનુસાર થવા છતાં, તે માત્ર અગ્નિ જ છે અન્ય કાંઈ પણ રૂપ નથી અર્થાત્ બળતણરૂપ નથી, આ જ વાત સમયસાર ગાથા ૬માં પણ જણાવેલ છે કે જ્ઞાન શેયરૂપ પરિણમવાં છતાં પણ તે જ્ઞાયક જ છે.
ગાથા ૧૬૮:- આમાં દર્પણનું દષ્ટાંત છે. દર્પણમાં અલગ અલગ પ્રતિબિંબ હોવા છતાં, તેને ગૌણ કરાતાં જ માત્ર સ્વચ્છ દર્પણ જ છે, વાસ્તવમાં ત્યાં અન્ય કોઈ નથી.
ગાથા ૧૬૯ :- આમાં સ્ફટિકનું દષ્ટાંત છે. તે સ્ફટિકમાં કોઈ પણ ઝાંય પડે, તેથી કરીને તે તેવા રંગનું ભાસવા છતાં, સ્વરૂપથી તે તેવા રંગનું થઈ જતું નથી; સ્વરૂપથી તે સ્વચ્છ જ રહે છે.
ગાથા ૧૭૦:- આમાં જ્ઞાનનું દ્રષ્ટાંત છે. જ્ઞાન શેયને જાણતાં શેયરૂપ થતું નથી, પણ જેવું તેમાં શેયને ગૌણ કરો, તો ત્યાં જ્ઞાયક જ હાજર છે. આ જ રીત છે સમ્યગ્દર્શનની, આ જ વાત સમયસાર શ્લોક ૨૭૧માં પણ જણાવેલ છે.
ગાથા ૧૭૧ :- આમાં સમુદ્રનું દષ્ટાંત છે. સમુદ્રની વાયુથી પ્રેરિત લહેરો ઊઠતી હોવા છતાં, તે માત્ર સમુદ્રરૂપ જ રહે છે, વાયુરૂપ થતી નથી, પરંતુ સમુદ્રરૂપ જ રહે છે.
ગાથા ૧૭ર :- આમાં નમકનું દષ્ટાંત છે. નમક રસોઈમાં અન્યરૂપ થઈ જતું નથી, છતાં અજ્ઞાની જીવ તે નમકનો સ્વાદ લઈ શકતો નથી, જ્યારે જ્ઞાની જીવ ભેદજ્ઞાનથી નમકનો સ્વાદ (શુદ્ધાત્માનો સ્વાદ) લઈ લે છે. આ જ વાતને આગળની ગાથાઓમાં દઢ કરાવે છે તે હવે જોઈશું :
ગાથા ૧૭૮ : અન્વયાર્થ:- “એ નવ પદાર્થોથી ભિન્ન સર્વથા શુદ્ધ દ્રવ્યની સિદ્ધિ થઈ શકતી નથી (માટે કોઈએ તેવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે પર્યાયથી ભિન્ન સર્વથા શુદ્ધ દ્રવ્ય ઉપલબ્ધ થશે). કારણ કે, સાધનનો અભાવ હોવાથી એ શુદ્ધ દ્રવ્યની ઉપલબ્ધિ થઈ શકતી નથી.” આ જ વાત અમે પૂર્વ જણાવેલ છે કે તે અશુદ્ધ પર્યાયો સિવાય અન્ય કોઈ દ્રવ્ય જ નથી, અત્યારે તો તે પૂર્ણ દ્રવ્ય જ તે પર્યાયરૂપમાં વ્યક્ત થઈ રહેલ છે, તે પર્યાયોથી ભિન્ન કોઈ શુદ્ધ ભાવની સિદ્ધિ થાય કઈ રીતે? અર્થાત્ જે થાય તો તે માત્ર ભ્રમમાં જ થાય, અન્યથા નહિ તે જ વાત અત્રે જણાવેલ છે.
ગાથા ૧૮૬ અન્વયાર્થ :- “તેથી શુદ્ધ તત્ત્વ (અર્થાત્ પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા) કાંઈ એ નવ તત્ત્વોથી વિલક્ષણ (અર્થાત્ ભિન્ન) અર્થાતરરૂપ નથી પરંતુ કેવળ નવ તત્ત્વ સંબંધી વિકારોને બાદ કરતાં (અર્થાત્ ગૌણ કરતાં) એ નવ તત્ત્વો જ શુદ્ધ છે.”
અર્થાત્ તે નવ તત્ત્વો જ પરમ પરિણામિક ભાવના બનેલા હોવાથી અર્થાત્ ધવરૂપ શુદ્ધાત્મા જ તે નવતત્ત્વરૂપ પરિણમેલ હોવાથી તે નવતત્વમાં જ છુપાયેલ છે, અર્થાત્ તે નવતત્વમાંથી અશુદ્ધિને ગૌણ કરતાં જ દષ્ટિના વિષયરૂપ શુદ્ધાત્મા હાજર જ છે.
ગાથા ૧૮૯ : અન્વયાર્થ :- “પુણ્ય અને પાપ સહિત એ સાત તત્ત્વોને જ નવ પદાર્થ કહેવામાં
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૪
સમ્યગ્દર્શનની રીત
આવ્યા છે તથા ભૂતાર્થનયે આશ્રય કરેલા સમ્યગ્દર્શનના વાસ્તવિક વિષય છે.’' અર્થાત્ દૃષ્ટિના વિષયરૂપ
છે.
ભાવાર્થ :- ‘‘પૂર્વે ગાથા ૧૮૬માં કહ્યું હતું કે, નવતત્ત્વોથી શુદ્ધાત્મા કોઈ જુદો પદાર્થ નથી, પણ તે નવ તત્ત્વો સંબંધી વિકારોને છોડતાં (ગૌણ કરતાં બાદ કરતાં) એ નવતત્ત્વ જ શુદ્ધ છે (પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા છે). નવ તત્ત્વો સંબંધી વિકારોને કેવી રીતે છોડાય તેનો ઉપાય આ ગાથામાં દર્શાવ્યો છે કે, ભૂતાર્થનય વડે તે નવ તત્ત્વોનો આશ્રય કરવો તે સમ્યગ્દર્શનનો વિષય છે (દૃષ્ટિનો વિષય છે). શ્રી સમયસારની ગાથા ૧૧માં પણ કહ્યું છે કે, ‘વ્યવહારનય અભૂતાર્થ છે તથા શુદ્ઘનય ભૂતાર્થ છે એમ ઋષીશ્વરોએ (ભગવાને) દર્શાવ્યું છે, જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે.’ ત્યાર પછી એ જ શાસ્ત્રની ગાથા ૧૩માં કહ્યું કે, ‘“ભૂતાર્થનયથી જાણેલ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ – એ નવ તત્ત્વો સમ્યક્ત્વ છે.’’ વળી એ ગાથાની ટીકામાં કહ્યું છે કે આ નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે, એમ તે એકપણે પ્રકાશતો શુદ્ઘનય દ્વારા અનુભવાય છે અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ જ છે તથા આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન છે. આ ગાથામાં ‘ભૂતાર્થનયે આશ્રય કરેલા નવ પદાર્થો સમ્યગ્દર્શનના વાસ્તવિક વિષય છે’ એમ કહ્યું છે પણ એ માત્ર કથનપદ્ધતિનો ભેદ છે – આશયભેદ નથી. અહીં ‘ભૂતાર્થનયે આશ્રય કરેલા નવ પદાર્થો સમ્યગ્દર્શનના વિષય છે.’ એમ કહેવાનું કારણ એ છે કે, શંકાકારે પ્રથમ ગાથા ૧૪૨થી ૧૪૯માં નવ પદાર્થો બની શકતા નથી એમ કહ્યું હતું, અને ત્યાર પછી ગાથા ૧૭૯-૧૮૦માં એ નવ પદાર્થોને આત્માથી સર્વથા ભિન્ન હોવાનું કહ્યું હતું. આ બન્ને કથનો દોષયુક્ત છે એમ દઢ કરવા માટે આવી પદ્ધતિ અહીં ગ્રહણ
-
કરી છે.
-
આગળ ગાથા ૨૧૮-૨૧૯માં શંકાકાર ફરીથી કહે છે કે જ્યારે નવ તત્ત્વોમાં સમ્યગ્દષ્ટિને નિશ્ચયથી માત્ર આત્માની ઉપલબ્ધિ થાય છે અને એ જ શુદ્ધ ઉપલબ્ધિ છે, તો પછી સમ્યગ્દર્શનનો વિષય -નવ પદાર્થ શી રીતે બની શકે ? તેનું સમાધાન ગાથા ૨૨૦થી ૨૨૩માં એમ કર્યું છે કે, મિથ્યાદષ્ટિ તથા સમ્યગ્દષ્ટિ બન્નેને નવ પદાર્થોનો અનુભવ તો છે, પરંતુ મિથ્યાદષ્ટિને તે (અનુભવ) વિશેષરૂપે (અર્થાત્ વિભાવભાવરૂપ પર્યાયરૂપે) તથા સમ્યગ્દષ્ટિને તે (અનુભવ) સામાન્યરૂપે (અર્થાત્ પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા રૂપે) થાય છે તેથી તે બન્નેમાં એ અનુભવના સ્વાદનો તફાવત છે, અને એ વાત ગાથા ૨૨૪થી ૨૨૫માં દૃષ્ટાંત આપીને સિદ્ધ કરી છે.
નવ તત્ત્વોમાં સામાન્યપણે આત્માને સમ્યગ્દષ્ટિ કેવો જાણે છે તે ગાથા ૧૯૪થી ૧૯૬માં જણાવ્યું છે. અને ત્યાર પછી શુદ્ઘનયના વિષયરૂપ આત્માનું સ્વરૂપ શ્રીસમયસારની ગાથા ૧૪ને અનુસરીને ગાથા
Page #80
--------------------------------------------------------------------------
________________
નવ તત્ત્વની સાચી શ્રદ્ધાનું સ્વરૂપ
૭૫
૨૩૪થી ૨૩૭માં આપ્યું છે, વળી ગાથા ૪૦૩ તથા પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા પ૩રના ભાવાર્થમાં પણ શુદ્ધનયના આશ્રયથી જ ધર્મ થાય એમ કહ્યું છે (અર્થાત્ સમ્યગ્દર્શન થાય એમ સમજવું).
એ પ્રમાણે ભૂતાર્થનયના આશ્રયથી જ સમ્યગ્દર્શન પ્રગટ થઈ શકે છે એમ આ ગાથામાં જણાવ્યું છે. આ કથન અધ્યાત્મભાષાથી છે, આગમભાષામાં ઉપાદાન તથા નિમિત્ત બન્નેને જણાવવામાં આવે છે. તેથી ત્યાં ‘જીવ અને કર્મ વગેરેની અવસ્થા કેવી હોય ત્યારે સમ્યગ્દર્શન પ્રગટ થાય ? તે જણાવવામાં આવે છે.” અર્થાત્ દષ્ટિના વિષયરૂપ શુદ્ધાત્માની ઉપલબ્ધિ નવ તત્ત્વને જાણતાં કેવી રીતે થાય છે તે અત્રે દરેકને સ્પષ્ટ સમજાવેલ છે.
ગાથા ૧૯૨ : અન્વયાર્થ :- “જીવના સ્વરૂપને ચેતના કહે છે તે ચેતના અહીં સામાન્યરૂપથી એટલે દ્રવ્યદષ્ટિએ નિરંતર એક પ્રકારે હોય છે તેને જ પરમ પરિણામિક ભાવ, શુદ્ધાત્મા, કારણ શુદ્ધપર્યાય વગેરે નામોથી ઓળખાય છે, તે વસ્તુનો સામાન્યભાવ છે અર્થાત્ વસ્તુને પર્યાયથી જોતાં તે પર્યાયનો સામાન્યભાવ છે) તથા વિશેષરૂપથી એટલે પર્યાયદષ્ટિએ તે ચેતના ક્રમપૂર્વક બે પ્રકારની છે (અર્થાત્
દેયિક, ઉપશમ, ક્ષયોપશમ ભાવરૂપ અશુદ્ધ અથવા ક્ષાયિક ભાવરૂપ શુદ્ધ એમ બે પ્રકારની હોય છે), પણ તે યુગપત એટલે એક સાથે નહિ (અર્થાત્ જ્યારે ક્ષાયિકભાવ વિશેષભાવરૂપ હોય છે, ત્યારે તે દેયિક વગેરેરૂપ નથી હોતો અર્થાત્ બન્ને સાથે નથી હોતા).”
અર્થાત્ શુદ્ધ તત્ત્વ અર્થાત્ પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા એ કાંઈ નવ તત્ત્વોથી વિલક્ષણ અર્થાત્ ભિન્ન અર્થાતરરૂપ નથી, પરંતુ કેવળ નવ તત્ત્વ સંબંધી વિકારોને બાદ કરતાં જ અર્થાત્ ગૌણ કરતાં જ એ નવ તત્વ જ શુદ્ધ છે અર્થાત્ તે પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા જ છે અર્થાત્ તે જ દષ્ટિના વિષયરૂપ છે અર્થાત્ તે અપેક્ષાએ નવ તત્ત્વને જાણતાં સમ્યગ્દર્શન કહેવાય છે, કારણ કે સ્થૂળથી જ સૂક્ષ્મમાં જવાય અર્થાત્ પ્રગટથી જ અપ્રગટમાં જવાય અર્થાત્ વ્યક્તથી જ અવ્યક્તમાં જવાય એ જ નિયમ છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
૧૮ સમ્યગ્દર્શનનું લક્ષણ
હવે સમ્યગ્દર્શનનું લક્ષણ જણાવે છે – પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથાઓ -
ગાથા ૨૧૫ : અન્વયાર્થ :- “તથા કેવળ આત્માની ઉપલબ્ધિ (અર્થાત્ “હું આત્મા છું' એવી સમજ) પણ સમ્યગ્દર્શનનું લક્ષણ બની શકતી નથી, પરંતુ જો તે ઉપલબ્ધિ “શુદ્ધ' વિશેષણસહિત હોય અર્થાત્ શુદ્ધ આત્મોપલબ્ધિ હોય (અર્થાત્ માત્ર ‘શુદ્ધાત્મા'માં જ હુંપણું હોય), તો જ તે સમ્યગ્દર્શનનું લક્ષણ થઈ શકે છે. જે તે આત્મોપલબ્ધિ અશુદ્ધ હોય તો તે સમ્યગ્દર્શનનું લક્ષણ બની શકતી નથી.”
આપણે જે ભેદજ્ઞાનની વાત પૂર્વે કરેલ તે જ અત્રે જણાવેલ છે. ભેદજ્ઞાનરૂપ સ્વ અને પર બે અપેક્ષાએ હોય છે; એક, પરદ્રવ્યરૂપ કર્મો, શરીર, ઘર, મકાન, દુકાન, પત્ની, પુત્ર વગેરેથી હું ભિન્ન છું તેવું અન્ય દ્રવ્ય સાથેનું ભેદજ્ઞાનરૂપ સ્વ-પર હોય છે. અને તે પછીથી જે બીજું સ્વ-પર છે તે જ સમ્યગ્દર્શનનું કારણ અને લક્ષણ છે અને તે બીજા ભેદજ્ઞાનરૂપ સ્વ-પરમાં સ્વરૂપ માત્ર શુદ્ધાત્મા તે સ્વ અને પરરૂપ તમામ અશુદ્ધ ભાવો, કે જે કર્મો(પુદ્ગલ)ના નિમિત્તે થાય છે; તે અશુદ્ધ ભાવો થાય છે તો મારામાં જ અર્થાત્ આત્મા જ તે ભાવરૂપ પરિણમે છે, પરંતુ તે ભાવોમાં હુંપણું કરવા જેવું નથી. કારણ કે તે પરના નિમિત્તે થાય છે અને બીજું તે ક્ષણિક છે, કારણ કે તે સિદ્ધોના આત્મામાં ઉપલબ્ધ નથી. તેથી તે ભાવો ત્રિકાળરૂપ નથી અને તેથી માત્ર ત્રિકાળી ધૃવરૂપ શુદ્ધાત્મા કે જે ત્રણે કાળે દરેક જીવમાં ઉપલબ્ધ છે અને તે જ અપેક્ષાએ “સર્વ જીવો સ્વભાવથી સિદ્ધ સમાન જ છે એમ કહેવાય છે, તે ભાવમાં જ અર્થાત્ તે ‘શુદ્ધાત્મા’માં જ હુંપણું કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને તેથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિને સમ્યગ્દર્શનનું લક્ષણ કહ્યું છે.
ગાથા ૨૨૧ : અન્વયાર્થ :- “વસ્તુ (એટલે પૂર્ણ વસ્તુ, તેનો કોઈ એક ભાગ એમ નહીં) સમ્યજ્ઞાનીઓને સામાન્યરૂપથી (પરમ પરિણામિક ભાવરૂપથી, શુદ્ધ દ્રવ્યાયર્થિક નયના વિષયરૂપથી, શુદ્ધાત્મારૂપથી અર્થાત્ કારણશુદ્ધપર્યાયરૂપથી) અનુભવમાં આવે છે તેથી તે વસ્તુ (એટલે પૂર્ણ વસ્તુ) કેવળ સામાન્યરૂપથી શુદ્ધ કહેવાય છે તથા વિશેષ ભેદોની અપેક્ષાએ અશુદ્ધ કહેવાય છે.”
Page #82
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનનું લક્ષણ
ભાવાર્થ :- “મિથ્યાદષ્ટિ જીવને રાગ તથા પર સાથે એકત્વબુદ્ધિ રહેવાથી પરવસ્તુમાં ઇષ્ટઅનિષ્ટપણાની કલ્પના રહ્યા કરે છે તથા તે એવા અજ્ઞાનમય રાગદ્વેષના કારણથી વસ્તુના વસ્તુપણાનો પ્રતિભાસ ન કરતાં માત્ર ઈષ્ટ-અનિષ્ટપણારૂપથી જ (અર્થાત્ માત્ર વિશેષભાવોનો જ અનુભવ કરે છે, કારણ તે પર્યાયદષ્ટિ જ હોય છે) વસ્તુનો અનુભવ કરે છે ત્યારે સમ્યગ્દષ્ટિ જીવને અજ્ઞાનમય રાગદ્વેષનો અભાવ (અર્થાત્ તેને માત્ર શુદ્ધ દ્રવ્યાયાર્થિક નયની દૃષ્ટિ હોવાથી, રાગદ્વેષ ગૌણ કરી, શુદ્ધનો જ અનુભવ કરે છે તેથી સમ્યગ્દષ્ટિ જીવને અજ્ઞાનમય રાગદ્વેષનો અભાવ) થયો હોવાથી તે પરવસ્તુમાં ઇષ્ટ-અનિષ્ટ કલ્પનાથી રહિત થઈને વસ્તુપણાનો જ અનુભવ કરે છે (માત્ર શુદ્ધાત્માનો - સામાન્યભાવનો જ અનુભવ કરે છે).”
ગાથા ૨૩૪-૨૩૭ : અન્વયાર્થ:- “એક જ્ઞાનનું જ પાત્ર હોવાથી તથા બદ્ધ-સ્કૃષ્ટાદિ ભાવોનો અપાત્ર હોવાથી (અર્થાત્ તેમાં હુંપણું નહિ હોવાથી) સમ્યગ્દષ્ટિ પોતાને પ્રત્યક્ષપૂર્વક સ્પષ્ટ પ્રકારથી વિશેષ(વિભાવભાવ)રહિત, અન્યના સંયોગરહિત, ચળાચળતારહિત તથા અન્યપણાથી રહિત (અર્થાત્
ઔદેયિક આદિ ભાવોથી રહિત) સ્વાદનો આસ્વાદ કરે છે તથા બંધરહિત, તથા અસ્પૃષ્ય, શુદ્ધ, સિદ્ધ સમાન (તેથી જ તેને દેશે સિદ્ધત્વનો અનુભવ થાય છે), શુદ્ધ સ્ફટિક સમાન, સદાય આકાશ સમાન, પરિગ્રહરહિત ઈન્દ્રિયોથી ઉપેક્ષિત અનંત જ્ઞાન-દર્શન-વીર્યમય અતિન્દ્રિય સુખાદિક અનંત સ્વાભાવિક ગુણો સહિત પોતાના આત્માનું શ્રદ્ધાન કરવાવાળો હોય છે. જો કે વાસ્તવમાં સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાનમૂર્તિવાળો છે, તો પણ પ્રસંગથી અર્થાત્ પુરુષાર્થની નિર્બળતાથી તેને અન્ય પદાર્થોની પણ ઈચ્છા થઈ જાય છે, તો પણ તેને કૃતાર્થ જેવા પરમ ઉપેક્ષાભાવ વર્તે છે.”
સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા આવા સમ્યગ્દર્શનના લક્ષણથી આપણે સારી રીતે પરિચિત છીએ. પરંતુ શુદ્ધાત્મોપલબ્ધિ અર્થાત્ શુદ્ધાત્માની અનુભૂતિ સમ્યગ્દર્શનનું લક્ષણ છે એવું જૈનસમાજના બહુ ઓછા લોકો જાણે છે અને માને છે. એટલા માટે જ આ વાત અત્યંત મહત્ત્વની છે. અને શુદ્ધાત્માની અનુભૂતિ એ લક્ષણ એવું છે કે જેની પોતાને જાણ થાય જ છે, કારણ કે જે જીવને અનુભૂતિ થાય છે તેણે ન કોઈને પૂછવું પડે છે કે ન કોઈના પ્રમાણપત્રની આવશ્યક્તા રહે છે, આવું છે સમ્યગ્દર્શનનું લક્ષણ. આગળ અમે સમ્યગ્દષ્ટિના ભોગની બાબતમાં થોડુંક જણાવવાનો પ્રયાસ કરીએ છીએ.
Page #83
--------------------------------------------------------------------------
________________
७८
સમ્યગ્દર્શનની રીત
૧૯
સમ્યગ્દષ્ટિને ભોગ બંધનું કારણ નથી
આગળ ચોથા અને પાંચમા ગુણસ્થાનકયુક્ત જીવ ભોગ ભોગવે છે તો કેમ ભોગવે છે અને તેમાં તેને બંધ નથી એ કઈ અપેક્ષાએ કહેવાય છે તેનું સ્પષ્ટીકરણ કરે છે, અને કહે છે કે ઇન્દ્રિયજન્યસુખ વાસ્તવમાં તો દુઃખ જ છે.
ગાથા ૨૩૯ : અન્વયાર્થ :- ‘કારણ કે સુખ જેવા જણાવવાવાળા તે ઇન્દ્રિયજન્યખ દુઃખરૂપ ફળને આપવાવાળાં હોવાથી દુઃખરૂપ જ છે. તેથી તે સુખાભાસ ત્યાગવા યોગ્ય છે તથા સર્વથા અનિષ્ટ એ દુ:ખોનાં જે કર્મ, હેતુ (નિમિત્ત) છે તે પણ ત્યાગવા યોગ્ય છે (અર્થાત્ દુ:ખોનાં નિમિત્ત જે કર્મ છે તે પણ ત્યાગવા યોગ્ય છે).’’
જે જીવો અજ્ઞાની છે, તેને તો ઇન્દ્રિયજન્યસુખરૂપ સુખાભાસ પ્રિય હોવાથી નિયમથી દુ:ખરૂપ જ છે; કારણ કે દુઃખનું જે કારણ છે તેવાં કર્મો આવાં સુખો પ્રત્યેના આકર્ષણથી અને તેવાં સુખોને રાચીમાચીને ભોગવવાથી બંધાય છે કે જે કાળાંતરે દુઃખ આપવાવાળા જ બને છે. જ્યારે આત્મજ્ઞાની તેવાં સુખોને ઉપેક્ષાભાવથી – પોતાની નિર્બળતા સમજીને ભોગવે છે અને તેથી તેને અલ્પબંધ થાય છે ખરો, પણ તે અલ્પની અપેક્ષાએ નહિવત્ અર્થાત્ બંધ થતો નથી એમ જ કહેવાય છે. કારણ કે તેને તે સુખમાં ‘હુંપણું’ હોતું નથી, અને જેમ રોગીને દવા માટેનો આદર રોગ મટે ત્યાં સુધી જ હોય છે તેમ આત્મજ્ઞાનીને પણ ઇન્દ્રિયજન્યસુખનો આદર પોતાના પુરુષાર્થની નિર્બળતા છે ત્યાં સુધી જ હોય છે અને આત્મજ્ઞાની તેવા સુખને સેવતો થકો પણ તેને પોતાના પુરુષાર્થની નિર્બળતા સમજીને પુરુષાર્થમાં વીર્ય ફોરવવા અંતરથી થનગનતો હોય છે, તેથી જ તે અપેક્ષાએ તેવા સુખ તે ભોગવે છતાં તેને બંધકારક નથી તેમ કહેવાય છે.
ગાથા ૨૫૬ : અન્વયાર્થ :- “જેમ જળોને ખરાબ રુધિર ચૂસવાથી તૃષ્ણાના બીજભૂત તિ જોવામાં આવે છે તે જ પ્રમાણે (અજ્ઞાની) સંસારી જીવોમાં પણ એ વિષયોમાં સુહિતપણું (સારું માનવાથી, આદર હોવાથી, આકર્ષણ હોવાથી) માનવાથી તૃષ્ણાના બીજભૂત રતિ (આસક્તિ) જોવામાં આવે છે.’’ અર્થાત્ વિષયોની આવી આસક્તિ છોડવા જેવી છે એ વાત અવશ્ય ધ્યાનમાં રાખવા જેવી છે. કારણ કે :
ગાથા ૨૫૮ : અન્વયાર્થ :- ‘‘સંપૂર્ણ કથનનો સારાંશ આ છે કે, અહીં જગત જેને સુખ કહે છે
Page #84
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દષ્ટિને ભોગ બંધનું કારણ નથી
૭૯
તે સર્વદુઃખ જ છે તથા તે દુઃખ આત્માનો ધર્મ નહિ હોવાથી સમ્યગ્દષ્ટિઓને તે દુઃખરૂપ સાંસારિક સુખોની અભિલાષા થતી નથી.” અર્થાત્ સમ્યગ્દષ્ટિઓને સુખના આકર્ષણનો અભિપ્રાય હોતો નથી.
ગાથા ૨૭૧થી ૨૭૬ અન્વયાર્થ :- “જેમ રોગની પ્રતિક્રિયા કરતો કોઈ રોગી પુરુષ તે રોગઅવસ્થામાં રોગના પદને ઈચ્છતો નથી અર્થાત્ સરોગ અવસ્થાને ચાહતો નથી (અર્થાત્ જ્ઞાની પોતે જાણે છે કે આ જે હું રાગદ્વેષરૂપ પરિણમું છું તે મારી રોગગ્રસ્ત અવસ્થા છે, કારણ તેણે શુદ્ધાત્માનો સ્વાદ અનુભવેલ છે તો ફરી ફરી તે તેવી રાગગ્રસ્ત = રોગગ્રસ્ત અવસ્થા કેમ ઈચ્છે ? અર્થાત્ નથી ઇચ્છતો), તો પછી બીજી વખત રોગ ઉત્પન્ન થવાની ઈચ્છાના વિષયમાં (અર્થાત્ નવીન કર્મબંધ થાય એવાં કારણોમાં તો તે પ્રવર્તે જ શું કામ ? અર્થાત્ પુરુષાર્થની નબળાઈન હોય તો ન જ પ્રવર્તે) તો કહેવું જ શું? અર્થાત્ ફરીથી રોગની ઉત્પત્તિ તો તે ઈચ્છવાનો જ નથી. એ જ પ્રમાણે જ્યારે ભાવકર્મો દ્વારા પીડિત થતો કર્મજન્ય ક્રિયાઓને કરવાવાળો જ્ઞાની કોઈ પણ કર્મપદની ઈચ્છા કરતો નથી, તો પછી તે ઇન્દ્રિયોના વિષયોનો અભિલાષી છે એમ ક્યા ન્યાયથી કહી શકાય ? – કર્મમાત્રને નહિ ઈચ્છવાવાળા તે સમ્યગ્દષ્ટિને વેદનાનો પ્રતિકાર પણ અસિદ્ધ નથી (અર્થાત્ પ્રતિકાર હોય છે), કારણ કે – કષાયરૂપ રોગ સહિત તે સમ્યગ્દષ્ટિને વેદનાનો પ્રતિકાર નવીન રોગાદિને ઉત્પન્ન કરવામાં કારણરૂપ કહી શકાતો નથી (અર્થાત્ તેને તે વેદનાનો પ્રતિકાર અર્થાત્ રોગની દવા તરીકે સેવેલ ભોગ નવીન કર્મોના બંધરૂપ કહી શકાતો નથી). તે સમ્યગ્દષ્ટિ ભોગોનું સેવન કરતો હોવા છતાં પણ વાસ્તવમાં ભોગોનું સેવન કરવાવાળો કહેવાતો નથી; કારણ કે રાગરહિત (અર્થાત્ રાગમાં હુંપણું નથી એવો સમ્યગ્દષ્ટિ) જીવને કર્તા બુદ્ધિ વિના કરેલા કર્મ રાગના કારણ નથી. જો કે કોઈ કોઈ સમ્યગ્દષ્ટિ જીવને અર્થાત્ જઘન્યવર્તી (અર્થાત્ ચોથા ગુણસ્થાનકવાળા) સમ્યગ્દષ્ટિને કર્મચેતના તથા કર્મફળચેતના હોય છે (અર્થાત્ કર્તા-ભોક્તાભાવ જોવા મળે છે), તો પણ વાસ્તવમાં તે જ્ઞાનચેતના જ છે (કારણ કે તે દેખીતા કર્તા-ભોક્તાભાવમાં હુંપણું ન હોવાથી તેને જ્ઞાનચેતના જ છે). કર્મમાં તથા કર્મફળમાં રહેવાવાળી ચેતનાનું ફળ બંધ થાય છે, પરંતુ તે સમ્યગ્દષ્ટિને અજ્ઞાનમય રાગનો અભાવ હોવાથી (અર્થાત્ રાગમાં ‘હુંપણાનો અભાવ હોવાથી) બંધ થતો નથી, તેથી તે જ્ઞાનચેતના જ છે.”
સમ્યગ્દર્શનની પૂર્વભૂમિકામાં અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કર્યા બાદ દરેક જીવને પ્રથમ ક્ષણથી જ અભિપ્રાયમાં સંસાર વિરક્તિ હોય છે. આવા જીવ પોતાના પુરુષાર્થની કમજોરીના કારણે ભોગ ભોગવતા દેખાય છે, તો પણ તેમના અભિપ્રાયમાં ભોગ પ્રત્યે કોઈ આસક્તિ ન હોવાથી બંધ નહિવત જ થાય છે. આવું છે રહસ્ય સમ્યગ્દષ્ટિને ભોગ - બંધનું કારણ ન હોવાનું. આગળ અમે નિમિત્ત-ઉપાદાન બાબતમાં કંઈક જણાવવાનો પ્રયાસ કરીએ છીએ.
Page #85
--------------------------------------------------------------------------
________________
८०
સમ્યગ્દર્શનની રીત
૨૦
નિમિત્ત-ઉપાદાનની સ્પષ્ટતા
હવે આગમભાષાથી સમજાવે છે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ક્યારે થાય છે ? પંચાધ્યાયી ઉત્તરાર્ધની
ગાથા :
ગાથા ૩૭૮ : અન્વયાર્થ :- ‘દૈવ(કર્મ)યોગથી, કાળાદિક લબ્ધિઓની પ્રાપ્તિ થતાં સંસારસાગર (−નો કિનારો) નિકટ આવતાં અથવા ભવ્યભાવનો વિપાક થતાં જીવ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે.’’
અત્રે જ્યારે સમ્યગ્દર્શન થાય ત્યારે યથાર્થ નિમિત્તનું જ્ઞાન કરાવેલ છે, અર્થાત્ કાર્યરૂપે તો ઉપાદાન સ્વયં જ પરિણમે છે પરંતુ ત્યારે યથાર્થ નિમિત્તની હાજરી અચૂક જ હોય છે. તેથી કહી શકાય કે ‘‘કાર્ય નિમિત્તથી તો થતું જ નથી, પરંતુ નિમિત્ત વગર પણ થતું જ નથી.’' અને તેથી જ જિનાગમમાં જીવને પતનના કારણભૂત નિમિત્તોથી દૂર રહેવાનો ઉપદેશ ઠેર ઠેર આપેલ છે, અને તે યોગ્ય જ છે.
સમયસાર ગાથા ૨૭૮-૨૭૯ : ગાથાર્થ- ‘જેવી રીતે સ્ફટિક મણિ શુદ્ધ હોવાથી (અર્થાત્ જ્ઞાની જેમાં ‘હુંપણું’ કરે છે તે શુદ્ધાત્મા સ્વયં શુદ્ધ હોવાથી) રાગાદિરૂપે (રતાશ-આદિપે) પોતાની મેળે પરિણમતો નથી (અર્થાત્ જ્ઞાની સ્વેચ્છાથી રાગાદિરૂપે નથી પરિણમતા અર્થાત્ ઇચ્છાપૂર્વક રાગ નથી કરતા), પરંતુ અન્ય રક્ત આદિ દ્રવ્યો વડે તે રક્ત (–રાતો) આદિ કરાય છે. તેમ જ્ઞાની અર્થાત્ (શુદ્ધાત્મામાં જ ‘હુંપણું’ કરવાવાળા) આત્મા શુદ્ધ હોવાથી (અર્થાત્ શુદ્ધાત્મા સ્વયં શુદ્ધ હોવાથી) રાગાદિરૂપે પોતાની મેળે પરિણમતો નથી, પરંતુ અન્ય રાગાદિ દોષો વડે (એને યોગ્ય એમના કર્મના ઉદયના નિમિત્તના કારણે) તે રાગી આદિ કરાય છે. (અર્થાત્ તે પોતાની કમજોરીના કારણે રાગી-દ્વેષી થાય છે અર્થાત્ રાગદ્વેષ રૂપે પરિણમે છે.)’’
શ્લોક ૧૭૫ :- ‘‘સૂર્યકાંત મણિ માફક (અર્થાત્ જેવી રીતે સૂર્યકાંત મણિ પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપે પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે, તેમ) આત્મા પોતાને રાગાદિકનું નિમિત્ત કદી પણ થતો નથી, તેમાં નિમિત્ત પરસંગ જ (-પરદ્રવ્યનો સંગ જ) છે. આવો વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે. (સદાય વસ્તુનો આવો જ સ્વભાવ છે, કોઈએ કરેલો નથી.)’’
Page #86
--------------------------------------------------------------------------
________________
નિમિત્ત-ઉપાદાનની સ્પષ્ટતા
૮૧
છદ્મસ્થ જીવનો આવો જ સ્વભાવ છે કે ખરાબ નિમિત્તથી એનું પતન થઈ શકે છે, આવો છે અનેકાંતવાદ જૈન સિદ્ધાંતનો. અર્થાત્ કોઈ નિમિત્તને એકાંતે અક્ત માને અને એમ જ પ્રરૂપણા કરે, તો તે જિનમત બાહ્ય જ છે, તેવા જીવો પોતાના અને અન્ય અનેકોના પતનનું કારણ છે. એ જ વાત આ શ્લોકમાં બતાવી છે કે શુદ્ધાત્મા સ્વયં શુદ્ધ હોવાથી, રાગાદિરૂપે પોતાની મેળે ક્યારેય નથી પરિણમતો, પરંતુ તેમાં નિમિત્ત પરસંગ જ (-પરદ્રવ્યનો સંગ જ) છે. વસ્તુનો આવો સ્વભાવ પ્રકાશમાન છે. અર્થાત્ સદા વસ્તુનો આવો જ સ્વભાવ છે, કોઈએ કર્યો નથી. અર્થાત્ નિમિત્ત સ્વયં ઉપાદાન રૂપે પરિણમતું ન હોવા છતાં તે અમુક સંજોગોમાં ઉપાદાનને અસર કરે અને એને જ વસ્તુનો સ્વભાવ કહ્યો છે. એટલે જૈન સિદ્ધાંતને વિવેકથી ગ્રહણ કરાય છે અને અપેક્ષાથી સમજી શકાય છે નહીં કે એકાંતે કે જે મહા અનર્થનું કારણ છે.
અન્યથા કોઈ એકાંતે એમ માને કે નિમિત્ત તો પરમ અકર્તા જ છે, અને સ્વચ્છેદે કરી ગમે તેવા નિમિત્તોનું સેવન કરે, તો તેને નિયમથી મિથ્યાત્વી અને અનંત સંસારી જ સમજવો; કારણ કે તેને નિમિત્તનું યથાર્થ જ્ઞાન જ નથી. તેથી જ કહ્યું કે નિશ્ચયથી કાર્ય નિમિત્તથી તો થતું જ નથી; કારણ કે ઉપાદાન સ્વયં જ કાર્યરૂપે પરિણમે છે, નહિ કે નિમિત્ત; પરંતુ કાર્ય નિમિત્ત વગર પણ થતું નથી જ. કારણ કે જ્યારે કોઈ પણ કાર્ય થાય ત્યારે તેને યોગ્ય નિમિત્તની હાજરી અચૂક જ – અવિનાભાવે જ હોય છે અને તેથી જ મુમુક્ષુ જીવ વિવેકે કરી હંમેશાં નબળા નિમિત્તોથી બચવાની જ કોશિશો કરે છે કે જે તેના પતનના કારણ બની શકે છે અને આ જ નિમિત્ત ઉપાદાનની યથાર્થ સમજણ છે; નિમિત્ત-ઉપાદાનની વિશેષ છણાવટ આગળ સમયસારના નિમિત્ત-ઉપાદાનના અધિકારમાં પણ કરીશું.
22
Page #87
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
૨૧ ઉપયોગ અને લબ્ધિરૂપ સમ્યગ્દર્શન
પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથા :
ગાથા ૪૦૪ : અન્વયાર્થ :- “આટલું વિશેષ છે કે, સમ્યગ્દર્શન અને સ્વાનુભવ એ બન્નેમાં વિષયવ્યાતિ છે. કારણ કે “સમ્યગ્દર્શનની સાથે ઉપયોગરૂપ સ્વાનુભૂતિ હોય જ' આવી સમવ્યામિ નથી (અર્થાત્ સમ્યગ્દર્શનની હાજરી સમયે સ્વાત્માનુભૂતિરૂપ અનુભવ હોય પણ છે અને નથી પણ હોતો તેથી સમવ્યામિ અર્થાત્ અવિનાભાવ ઉપસ્થિતિ નથી હોતી), પરંતુ લબ્ધિમાં અર્થાત્ લબ્ધિરૂપ (જ્ઞાનની લબ્ધ અને ઉપયોગ એવી બે અવસ્થાઓ હોય છે, તેમાં લબ્ધિરૂપ અવસ્થામાં) સ્વાનુભૂતિની સાથે સમ્યગ્દર્શનની સમવ્યામિ છે (અર્થાત્ સમ્યગ્દર્શનની હાજરીમાં જ્ઞાનમાં લબ્ધિરૂપે સ્વાનુભૂતિની હાજરી અવિનાભાવ અર્થાત્ અચૂક જ હોય છે).”
અર્થાત્ પૂર્વે પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથા ૨૧૫ માં જણાવ્યા અનુસાર આત્માની ઉપલબ્ધિ ‘શુદ્ધ વિશેષણ સહિત હોય અર્થાત્ શુદ્ધોપયોગરૂપ સ્વાત્માનુભૂતિરૂપ અનુભવ સહિત હોય, તો જ તે સમ્યગ્દર્શનનું લક્ષણ થઈ શકે છે, અને જે તે આત્મોપલબ્ધિ અશુદ્ધ હોય તો તે સમ્યગ્દર્શનનું લક્ષણ બની શકતી નથી. પરંતુ તે શુદ્ધોપયોગરૂપ સ્વાત્માનુભૂતિરૂપ અનુભવનું સાતત્ય ક્ષણિક જ હોવા છતાં તેનું સાતત્ય લબ્ધરૂપ તો સમ્યગ્દર્શનની હાજરી સમયે અચૂક જ હોય છે.
આગળ અમે શુદ્ધાત્માનુભૂતિને સમ્યગ્દર્શનના લક્ષણરૂપે સ્થાપિત કર્યું. તે લક્ષણ ઉપયોગ રૂપે બહુ જ ઓછો સમય માટે રહે છે; પરંતુ તે લક્ષણ, જ્યાં સુધી સમ્યગ્દર્શન હોય છે ત્યાં સુધી લબ્ધરૂપે તેની સાથે અવશ્યમેવ હોય છે. આ વાત જેઓ ચોથા ગુણસ્થાનકે શુદ્ધાત્માનુભૂતિ નથી માનતા તેમને સમજવી અત્યંત આવશ્યક છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
૨૨
સ્વાનુભૂતિ વગરની શ્રદ્ધા
૮૩
હવે સ્વાનુભૂતિ વગરની શ્રદ્ધા વિશે જણાવે છે - પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથા :
ગાથા ૪૨૩ : અન્વયાર્થ :- ‘‘સ્વાનુભૂતિ વિનાની શ્રદ્ધા (અર્થાત્ કોઈ એમ માને કે નવ તત્ત્વની શ્રદ્ધા તે જ સમ્યગ્દર્શન અથવા સાચા દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન માનતાં હોય તો તેવી સ્વાનુભૂતિ વિનાની શ્રદ્ધા) સમીચીન (સાચી - કાર્યકારી) શ્રદ્ધા હોતી નથી, તેથી જે સમ્યગ્દર્શનના લક્ષણભૂત શ્રદ્ધા યોગિકઢિ-નિરુક્તિથી (અર્થાત્ સ્વાનુભૂતિરૂપ યોગસહિતની) સિદ્ધ અર્થવાળી છે (અર્થાત્ સાચી છે – કાર્યકારી છે) તે પણ વાસ્તવમાં સ્વાનુભૂતિની માફક અવિરુદ્ધ કથન છે (તેવું શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન તે સ્વાનુભૂતિરૂપ સમ્યગ્દર્શન જ છે.).''
અર્થાત્ સ્વાનુભૂતિ વગરની શ્રદ્ધા કાર્યકારી નથી અર્થાત્ પૂર્વે જણાવ્યા અનુસાર માત્ર વ્યવહારનયને જ માન્ય કરનારા મોટા ભાગના જૈનો એવું માને છે કે, સમ્યગ્દર્શન એટલે સાત/નવ તત્ત્વોની (સ્વાત્માનુભૂતિ વગરની) શ્રદ્ધા અથવા સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની (સ્વાત્માનુભૂતિ વગરની) શ્રદ્ધા. સમ્યગ્દર્શનની આ વ્યાખ્યા વ્યવહારનયના પક્ષની છે અર્થાત્ તેવી સ્વાનુભૂતિ વિનાની શ્રદ્ધા સમીચીન (સાચી – કાર્યકારી) શ્રદ્ધા હોતી નથી, તેથી જે સમ્યગ્દર્શનના લક્ષણભૂત શ્રદ્ધા યોગિકઢિ-નિરુક્તિથી અર્થાત્ સ્વાત્માનુભૂતિરૂપ યોગસહિતની સિદ્ધ અર્થવાળી છે અર્થાત્ સાચી છે = કાર્યકારી છે અને તે સમીચીન (સાચી – કાર્યકારી) શ્રદ્ધા પણ વાસ્તવમાં સ્વાનુભૂતિની માફક અવિરુદ્ધ કથન છે અર્થાત્ તેવું શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન તે સ્વાનુભૂતિરૂપ સમ્યગ્દર્શન જ છે. અર્થાત્ જે એકને અર્થાત્ આત્માને જાણે છે તે જ સર્વને અર્થાત્ સાત/નવ તત્ત્વોને અને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને જાણે છે. કારણ કે એક આત્માને જાણતાં જ તે જીવ સાચા દેવ તત્ત્વનો અંશે અનુભવ કરે છે અને તેથી જ તે સાચા દેવને અંતરથી ઓળખે છે અને તેમ સાચા દેવને જાણતાં જ અર્થાત્ (સ્વાત્માનુભૂતિ સહિતની) શ્રદ્ધા થતાં જ તે જીવ તેવા દેવ બનવાના માર્ગે ચાલતા સાચા ગુરુને પણ અંતરથી ઓળખે છે અને સાથે સાથે તે જીવ તેવા દેવ બનવાનો માર્ગ બતાવતા સાચા શાસ્ત્રને પણ ઓળખે છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
નિશ્ચય સમ્યગ્દર્શનની સાચી વ્યાખ્યા આવી હોવા છતાં વ્યવહારનયના પક્ષવાળાને સમ્યગ્દર્શનની આવી સાચી વ્યાખ્યા માન્ય નથી હોતી અથવા તેઓ આવી વ્યાખ્યાનો વિરોધ કરે છે અને તેથી કરીને તેઓ સમ્યગ્દર્શન એટલે સાત/નવ તત્ત્વોની કહેવાતી (સ્વાત્માનુભૂતિ વગરની) શ્રદ્ધા અથવા સાચા દેવ-ગુરુશાસ્ત્રની કહેવાતી (સ્વાત્માનુભૂતિ વગરની) શ્રદ્ધા એટલું જ માનતાં હોઈને તેઓને સ્વાત્માનુભૂતિ વગરની શ્રદ્ધા અને સ્વાત્માનુભૂતિ સહિતની શ્રદ્ધા વચ્ચેનો ફરક ખબર હોતો નથી અથવા ખબર કરવા માગતા નથી; તેથી કરી તેઓ સમ્યગ્દર્શન કે જે ધર્મનો પાયો છે તેના વિશે જ અજાણ રહીને આખી જિંદગી ક્રિયા-ધર્મ ઉત્તમ રીતે કરવા છતાં પણ સંસારના અંત માટેનો ધર્મ પામતા નથી કે જે કરુણા ઉપજાવતી વાત છે.
ec 05
Page #90
--------------------------------------------------------------------------
________________
૨૩
સમ્યગ્દષ્ટિ જીવતો નિર્વિચિકિત્સાગણ
સમ્યગ્દષ્ટિ જીવ, માત્ર શુદ્ધાત્મામાં જ “હુંપણું કરતો હોવા છતાં પોતાને બીજા સંસારી જીવો જેવો જ અર્થાત્ કર્મોથી મલિન પણ અનુભવ કરતો હોય છે અને તેથી કરીને તે પોતાને અન્ય સંસારી જીવોથી ઊંચો માનીને તેમના પ્રત્યે ધૃણા વગેરેના ભાવો કરતો નથી, તે જ તેનો નિર્વિચિકિત્સાનુણ છે તેમ જણાવે છે. તે અન્ય સર્વે સંસારી જીવોને પણ પોતાના જેવો જ અર્થાત્ સ્વરૂપથી સિદ્ધ સમાન જ સમજે (જાણે) છે.
પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથા :
ગાથા ૫૮૪ : અન્વયાર્થ:- “જેમ જળમાં કાંઈ (ગદલમલિનતા) રહે છે, ઠીક એ જ પ્રમાણે જ્યાં સુધી જીવમાં અશુચિરૂપ એવાં કર્યો છે ત્યાં સુધી હું (અર્થાત્ સમ્યગ્દષ્ટિ = જ્ઞાની) અને તે સર્વ સંસારી જીવો સામાન્ય રૂપથી (અર્થાત્ સમાન રીતથી) નિશ્ચયપૂર્વક કર્મોથી મલિન છે (એવો સમ્યગ્દષ્ટિનો નિર્વિચિકિત્સાગુણ).” અર્થાત્ સમ્યગ્દષ્ટિ = જ્ઞાની જીવને કોઈ પણ જીવ પ્રત્યે તુચ્છ ભાવ નથી હોતો, પરંતુ સર્વે જીવો પ્રત્યે તેમને સમભાવ = સામ્યભાવ હોય છે, તે જ સમ્યગ્દષ્ટિ જીવનો નિર્વિચિકિત્સાગુણ
તેથી કોઈ પણ પોતાને ધર્મ કહેવડાવવાવાળા જીવોએ પોતાને અન્ય જીવોથી ઉચ્ચ માનીને અન્ય જીવો સાથે તુચ્છતાપૂર્ણ (નાનાપણાનો) વ્યવહાર કરવો યોગ્ય નથી.
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૬
સમ્યગ્દર્શનની રીત
૨૪
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
સમ્યગ્દર્શન માટેની જીવની યોગ્યતા વિશે જણાવે છે, પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથાઓ :
ગાથા ૭૨૪ : અન્વયાર્થ :- ‘એ આઠે મૂળ ગુણો સ્વભાવથી અથવા કુળપરંપરાથી પણ આવે છે અર્થાત્ ગૃહસ્થોને પ્રાપ્ત થાય છે તથા આ સ્પષ્ટ છે કે એ મૂળ ગુણો વિના જીવોને સર્વ પ્રકારના વ્રત તથા સમ્યક્ત્વ હોઈ શકતાં નથી.’’ અર્થાત્ મૂળ ગુણોને જીવની સમ્યગ્દર્શન માટેની યોગ્યતારૂપ કહ્યા.
‘રત્નકદંડક શ્રાવકાચાર’ શ્લોક ૬૬ અનુસાર - ‘‘મુનિઓમાં ઉત્તમ ગણધરાદિક દેવ મદ્યત્યાગ, માંસત્યાગ અને મધુત્યાગ સાથે પાંચ અણુવ્રતોને ગૃહસ્થોના આઠ મૂળ ગુણ કહે છે.’’
ગાથા ૭૪૦ : અન્વયાર્થ :- ‘‘ગૃહસ્થોએ પોતાની શક્તિ અનુસાર પ્રતિમારૂપથી વ્રત અથવા વિના પ્રતિમારૂપથી વ્રત – એ પ્રમાણે બન્ને પ્રકારના સંયમનો પણ પાલન કરવો જોઈએ.’’ અર્થાત્ સર્વે જનોએ માત્ર આત્મલક્ષે અર્થાત્ આત્મપ્રાપ્તિ અર્થે સંયમનો પણ પાલન કરવો જોઈએ.
આ જ વાત પરમાત્મપ્રકાશ - મોક્ષાધિકાર ગાથા ૬૪માં આ રીતે જણાવેલ છે કે, ‘‘પંચપરમેષ્ઠીને વંદન, પોતાના અશુભ કર્મોની નિંદા અને અપરાધોની પ્રાયશ્ચિત્તાદિ (પ્રતિક્રમણ) વિધિથી નિવૃત્તિ - આ બધું પુણ્યનું કારણ છે, મોક્ષનું કારણ નથી, એટલા માટે પહેલી અવસ્થામાં પાપને દૂર કરવા માટે જ્ઞાની પુરુષ આ બધું કરે છે, કરાવે છે અને કરવાવાળાને સારું જાણે છે, તો પણ નિર્વિકલ્પ શુદ્ધોપયોગ અવસ્થામાં જ્ઞાની જીવ આ ત્રણેમાંથી એક પણ ન કરે, ન કરાવે અને કરવાવાળાને સારું ન જાણે (કારણ કે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ અવસ્થામાં જ્ઞાની જીવને કોઈ જ વિકલ્પ નથી હોતા).’’ અર્થાત્ ભૂમિકા અનુસાર ઉપદેશ હોય છે અન્યથા નહિ, એકાંતે નહિ.
તેથી પ્રથમ અવસ્થામાં અર્થાત્ સમ્યકત્વ સન્મુખ મિથ્યાદષ્ટિ જીવોને પાપથી મુક્ત થવાનો અને સમત્વભાવ પ્રાપ્ત કરવાનો નીચે જણાવ્યા અનુસાર પ્રયોગાત્મક અભ્યાસ કરવો જોઈએ. કેમ કે માત્ર વાચા જ્ઞાનથી પોતાનું કલ્યાણ થવું અત્યંત કઠિન છે. આ કારણે અમે આગળ પ્રયોગાત્મક સાધના બતાવીએ છીએ, જે સર્વે માટે યોગ્યતા કેળવવા અને યોગ્યતા ટકાવી રાખવા માટે કાર્યકારી છે. તદુપરાંત નીચે જણાવેલ પ્રયોગાત્મક સાધનાઓ સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી પણ પોતાની ભૂમિકા અનુસાર સ્વયંમેવ હોય છે.
સૌપ્રથમ વિશ્વના સર્વ જીવો પ્રત્યે આપણે નીચે કહ્યા પ્રમાણે ચાર જ ભાવ કરવાના છે અર્થાત્ તેઓને આ ચાર ભાવોમાં જ વર્ગીકૃત કરવાના છે. અન્યથા કરેલા ભાવ આપણા માટે બંધનરૂપ બની શકે છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
પહેલો, મૈત્રીભાવ - નિઃસ્વાર્થ પરમ કલ્યાણમય મૈત્રી. લોક્ના સર્વે જીવો પ્રત્યે પરમ કલ્યાણમય મૈત્રીનો ભાવ ભાવવાનો છે. અર્થાત સર્વ જીવોનું પરમ કલ્યાણ ઇચ્છવાનું છે. તેનાથી આપણા મનમાં કોઈ પણ જીવ પ્રત્યે દુશ્મની નહીં રહે અને કોઈ પણ જીવ પ્રત્યે ગુસ્સો કે ઈર્ષા નહીં રહે. જ્યારે આપણા દિલમાં કોઈની પણ પ્રત્યે ઈર્ષા કે દુશ્મની હોય છે, ત્યારે જેના પ્રત્યે એવો ભાવ કર્યો હોય છે તેમને તે ભાવથી ફાયદો કે નુકસાન નથી થતું પરંતુ આપણું બહુ જ મોટું નુકસાન થાય છે. એક તો આપણા દિલમાં તેમને યાદ કરવાથી ડંખ લાગે છે, બીજું આપણાં શરીર પર તેની ખરાબ અસર થાય છે, ત્રીજું આપણી પ્રસન્નતા ભંગ થાય છે, અને ચોથું અનંત કર્મોનો બંધ થાય છે. એનાથી વિપરીત, જ્યારે આપણે બધા જ જીવો પ્રત્યે પરમ મૈત્રીનો ભાવ ભાવીએ છીએ, ત્યારે આપણું મન પ્રસન્ન રહે છે, અને દુશ્મની કે ઈર્ષા ન હોવાના કારણે પાપબંધનથી પણ બચી જઈએ છીએ. પરંતુ જે જીવને મત-પંથ-સંપ્રદાયનો પક્ષ, આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહ હોય, તે જીવને માટે સર્વ જીવો સાથે મૈત્રી કરવી અસંભવ જ હોય છે, કેમ કે તે જીવને પોતાનું-પારકું (મારું-પરાયું) અને પસંદગી-નાપસંદગીના તીવ્ર ભાવ હોવાથી તે જીવ સર્વ જીવોને પોતાના મિત્ર માની નહીં શકે. તે જીવ પોતાના સંપ્રદાયવાળાઓથી તો બહુ જ પ્રેમ કરશે, પરંતુ અન્યો ઉપર તો એટલી જ ધૃણા કે તિરસ્કારનો ભાવ કરશે; આવા ભાવો અધ્યાત્મના ઘાતક હોવાથી જ જ્ઞાનીઓએ મતપંથ-સંપ્રદાયનો પક્ષ, આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહનું સેવન કરવાની મનાઈ ફરમાવેલ છે. છતાં પણ જો કોઈ જીવ એક સંપ્રદાય વિશેષનો આગ્રહ રાખીને, તે જ સંપ્રદાય વિશેષમાં સમ્યગ્દર્શન છે તેમ માનીને; અધ્યાત્મ માર્ગમાં આગળ વધવા ઈચ્છતા હોય, તો તે એવા જીવની બહુ મોટી ભૂલ હશે અને તેને અધ્યાત્મ માર્ગ તો દૂર સંસારમાં પણ શાંતિ અને પ્રસન્નતા મળવી-ટકવી મુશ્કેલ થઈ જશે.
બીજો, પ્રમોદભાવ - ગુણ/ગુણી પ્રત્યે અહોભાવ. પંચપરમેષ્ઠી પ્રત્યે, તમામ ઉપકારી તથા ગુણી જીવો પ્રત્યે, ગુણો પ્રત્યે પ્રમોદભાવ ભાવવાનો છે. ગુણો પ્રત્યે અને ગુણી પ્રત્યે પ્રમોદભાવ ભાવવાથી આપણામાં એ ગુણોનું ખીલવું આસાન થઈ જાય છે. વ્યવસ્થા એવી છે કે આપણને ગુણો પ્રત્યે આદરભાવ હોવાથી તે ગુણો આપણામાં પ્રગટેખિીલે છે અને આપણને ગુણી જીવો પ્રત્યે ક્યારેય ઈર્ષાનો ભાવ નથી આવતો. સર્વ જીવોમાં કોઈને કોઈ ગુણ તો અવશ્ય હોય જ છે, આપણી દષ્ટિ આપણે એમના ગુણો ઉપર રાખવાની છે, નહીં કે એમના દુર્ગુણો પર. જ્યારે આપણે કોઈને યાદ કરીએ, ત્યારે આપણને તેમના ગુણ યાદ આવવા જોઈએ નહીં કે દુર્ગુણ. તેનાથી આપણને કોઈ પણ જીવ પ્રત્યે તુચ્છપણાનો (હીનપણાનો) ભાવ નહીં થાય અને આપણે પાપબંધથી પણ બચી જઈશું, આપણું મન પણ પ્રસન્ન રહેશે. પરંતુ જે જીવને મત-પંથ-સંપ્રદાયનો પક્ષ, આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહ હોય, તે જીવને માટે સર્વ જીવોના ગુણો પ્રત્યે પ્રમોદ કરવો અસંભવ જ હોય છે, કેમ કે તે જીવને પોતાનું-પારકું (મારું-પરાયું) અને પસંદગી-નાપસંદગીના તીવ્ર ભાવ હોવાથી તે જીવ સર્વ જીવોના ગુણોનો પ્રમોદ નહીં કરી શકે. તેવા જીવો પોતાના સંપ્રદાયવાળાઓના ગુણોનો પ્રમોદ કદાચ કરી પણ લેશે, પરંતુ અન્યોના તો અવગુણ જ જોતા રહેશે અને એમના અવગુણોને
Page #93
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
ચઢાવી-વધારીને પ્રકાશિત કરતો રહેશે; આવા ભાવો અધ્યાત્મના ઘાતક હોવાથી જ જ્ઞાનીઓએ મત-પંથસંપ્રદાયનો પક્ષ, આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહનું સેવન કરવાની મનાઈ ફરમાવેલ છે. છતાં પણ જે કોઈ જીવ એક સંપ્રદાય વિશેષનો આગ્રહ રાખીને, તે જ સંપ્રદાય વિશેષમાં સમ્યગ્દર્શન છે તેમ માનીને; અધ્યાત્મ માર્ગમાં આગળ વધવા ઈચ્છતા હોય, તો તે એવા જીવની બહુ મોટી ભૂલ હશે અને તેને અધ્યાત્મ માર્ગ તો દૂર સંસારમાં પણ શાંતિ અને પ્રસન્નતા મળવી-ટકવી મુશ્કેલ થઈ જશે.
ત્રીજો, કરુણાભાવઃ- આધ્યાત્મિક દયા. અધર્મી જીવો પ્રત્યે, વિપરીતમ જીવો પ્રત્યે, અનાર્ય જીવો પ્રત્યે, દીન-દુ:ખી જીવો પ્રત્યે કરુણાભાવ ભાવવો. આ હુંડાઅવસર્પિણી પંચનકાળમાં જૈન સમાજમાં ઘણી વિકૃતિઓ પેસી ગયેલ છે, તો અન્ય ધર્મની તો વાત જ શું? તેવી વિકૃતિઓ ફેલાવનાર પ્રત્યે અને તેમના અનુયાયીઓ પ્રત્યે આપણે ગુસ્સો કે દ્વેષ કરવા યોગ્ય નથી, પરંતુ કરણાભાવ રાખવો જ યોગ્ય છે. જેનાથી આપણી પ્રસન્નતા અખંડિત રહે અને આપણે પાપબંધથી બચી જઈશું. પરંતુ જે જીવને મત-પંથસંપ્રદાયનો પક્ષ, આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહ હોય, તે જીવને માટે સર્વ જીવો પ્રત્યે કરુણા રાખવી અસંભવ જ હોય છે, કેમ કે તે જીવને પોતાનું-પારકું (મારું-પરાયું) અને પસંદગી-નાપસંદગીના તીવ્રભાવ હોવાથી તે જીવ સર્વે જીવો પ્રત્યે કરુણા નહીં કરી શકે. તેવા જીવો પોતાના સંપ્રદાયવાળાઓ પ્રત્યે કદાચ કરુણા કરી પણ લેશે પરંતુ અન્યો પ્રત્યે તો, તેવા જીવો તિરસ્કાર, ગુસ્સો અને તુચ્છપણાનો જ ભાવ કરતા રહેશે. આવા ભાવો અધ્યાત્મના ઘાતક હોવાથી જ જ્ઞાનીઓએ મત-પંથ-સંપ્રદાયનો પક્ષ, આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહનું સેવન કરવાની મનાઈ ફરમાવેલ છે. છતાં પણ જે કોઈ જીવ એક સંપ્રદાય વિશેષનો આગ્રહ રાખીને, તે જ સંપ્રદાય વિશેષમાં સમ્યગ્દર્શન છે તેમ માનીને અધ્યાત્મ માર્ગમાં આગળ વધવા ઈચ્છતા હોય, તો તે એવા જીવની બહુ મોટી ભૂલ હશે અને તેને અધ્યાત્મ માર્ગ તો દૂર, સંસારમાં પણ શાંતિ અને પ્રસન્નતા મળવી - ટકવી મુશ્કેલ થઈ જશે.
ચોથો મધ્યસ્થભાવઃ- આધ્યાત્મિક અભિપ્રાયપૂર્વકની ઉદાસીનતા. આપણે સર્વે જીવો પ્રત્યે પરમ કલ્યાણમય મૈત્રીનો ભાવ ભાવ્યો છે, પરંતુ જેઓ આપણને પોતાના દુશ્મન માને છે, તેવા લોકો આપણી સાથે કાંઈ પણ ખરાબ વ્યવહાર કરી શકે છે. ત્યારે આપણે તેમના પ્રત્યે ગુસ્સો કે દ્વેષ ન કરતાં, આપણે એમના પ્રત્યે ઉપેક્ષાભાવ એટલે કે મધ્યસ્થભાવ ભાવવાનો છે. અને એની સાથે અમે જે આગળ બતાવવાના છીએ તે ધન્યવાદ ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !) નો ભાવ પણ ભાવવાનો છે, જેથી આપણે તે અપમાન આદિનો આપણા ફાયદામાં ઉપયોગ કરી શકીએ અને આપણે કર્મોના દુષ્યકથી પણ બચી શકીએ. પરંતુ જે જીવને મત-પંથ-સંપ્રદાયનો પક્ષ, આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહ હોય, તે જીવને માટે મધ્યસ્થભાવ રાખવો અસંભવ જ થશે; કેમ કે તે જીવને પોતાનું-પારકું (મારું-પરાયું) અને પસંદગી-નાપસંદગીનો તીવ્ર ભાવ હોવાથી તે જીવ દુશ્મન જીવો પ્રત્યે મધ્યસ્થપણાનો ભાવ નહીં રાખી શકે. તેવા જીવો પોતાના સંપ્રદાયવાળાઓ પ્રત્યે કદાચ મધ્યસ્થભાવ કરી પણ લેશે પરંતુ અન્યો પ્રત્યે તો, તેવા
Page #94
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૮૯
જીવો તિરસ્કાર, ગુસ્સો અને તુચ્છપણાનો જ ભાવ કરતા રહેશે. આવા ભાવો અધ્યાત્મના ઘાતક હોવાથી જ જ્ઞાનીઓએ મત-પંથ-સંપ્રદાયનો પક્ષ, આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહનું સેવન કરવાની મનાઈ ફરમાવેલ છે. છતાં પણ જો કોઈ જીવ એક સંપ્રદાય વિશેષનો આગ્રહ રાખીને, તે જ સંપ્રદાય વિશેષમાં સમ્યગ્દર્શન છે તેમ માનીને; અધ્યાત્મ માર્ગમાં આગળ વધવા ઇચ્છતા હોય, તો તે એવા જીવની બહુ મોટી ભૂલ હશે અને તેને અધ્યાત્મ માર્ગ તો દૂર, સંસારમાં પણ શાંતિ અને પ્રસન્નતા મળવી – ટકવી મુશ્કેલ થઈ જશે.
અનાદિથી આપણે દુઃખોનો પ્રતિકાર કરવાનું જ શીખ્યા છીએ, એનો સ્વીકાર કરવાનું ક્યારેય નથી શીખ્યા. ત્યારે તે દુઃખોનું સ્વાગત કરવું તો બહુ દૂરની વાત છે. પરંતુ અત્રે જણાવેલ સ્વાગત કરવાની યુક્તિથી આપણે એ દુઃખોનો સર્વોત્કૃષ્ટ સકારાત્મક ઢંગથી (Extra ordinary excellent positive thinking) સામનો કરીને તેવાં દુ:ખોના દુષ્ચક્રથી મુક્તિ પામી શકીએ છીએ. આ યુક્તિને હસ્તગત/અભ્યસ્ત કરવા માટે અત્રે જણાવેલ ધન્યવાદ ! સુસ્વાગતમ ! (Thank you ! Welcome !) એક દિવસમાં ઓછામાં ઓછું દસ વાર વાંચીને, મનમાં બેસાડવું આવશ્યક છે. કેમ કે જીવોની પ્રતિક્રિયા તાત્કાલિક હોય છે, પ્રતિક્રિયા માટે વિચારવાનો વધુ સમય નથી હોતો; આત્મામાં રહેલા પૂર્વનિર્ધારિત સંસ્કાર અનુસાર જ તાત્કાલિક પ્રતિક્રિયા થાય છે, તેને બદલવા માટે અત્રે જણાવેલ ધન્યવાદ ! સુસ્વાગતમ ! (Thank you ! Welcome !) એક દિવસમાં ઓછામાં ઓછું દસ વાર વાંચીને, મનમાં બેસાડવું આવશ્યક છે. ત્યાર પછી જે રોષ/ગુસ્સો/ આવેશ પહેલાં વર્ષો/મહિનાઓ સુધી રહેતો હતો, તે દિવસોમાં જ ગાયબ થઈ જશે. ધીરે ધીરે ધન્યવાદ ! સુસ્વાગતમ ! (Thank you ! Welcome !) અભ્યાસ જેટલો જેટલો ગાઢ થતો જશે તેમ તેમ મનનો રોષ/ ગુસ્સો/આવેશયુક્ત રહેવાનો સમય ધટતો જશે અને એક દિવસ એવો પણ આવશે કે મનમાં રોષ/ગુસ્સો/ આવેશનો જન્મ જ નહીં થાય; તે જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. આવી રીતે આપણે દુઃખના દુષ્ચક્રથી બચી શકીએ છીએ અને આપણી પ્રસન્નતા પણ અખંડિત રાખી શકીએ છીએ. પરંતુ જે જીવને મત-પંથ-સંપ્રદાયનો પક્ષ, આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહ હોય, તે જીવને માટે ધન્યવાદ ! સુસ્વાગતમ ! (Thank you ! Welcome ! ) નો ભાવ રાખવો અસંભવ જ હોય છે; કેમ કે તે જીવને પોતાનું-પારકું (મારું–પરાયું) અને પસંદગીનાપસંદગીનો તીવ્ર ભાવ હોવાથી, પોતાના મત-પંથ-સંપ્રદાયનો ધમંડ હોવાથી અને પોતાને અન્ય જીવોથી ઊચા માનતા હોવાથી અન્યોને માટે તેઓ તિરસ્કાર, ગુસ્સો અને તુચ્છપણાનો જ ભાવ કરતા રહેશે. આવા ભાવો અધ્યાત્મના ઘાતક હોવાથી જ જ્ઞાનીઓએ મત-પંથ-સંપ્રદાયનો પક્ષ, આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહનું સેવન કરવાની મનાઈ ફરમાવેલ છે. છતાં પણ જો કોઈ જીવ એક સંપ્રદાય વિશેષનો આગ્રહ રાખીને, તે જ સંપ્રદાય વિશેષમાં સમ્યગ્દર્શન છે તેમ માનીને; અધ્યાત્મ માર્ગમાં આગળ વધવા ઇચ્છતા હોય, તો તે એવા જીવની બહુ મોટી ભૂલ હશે અને તેને અધ્યાત્મ માર્ગ તો દૂર, સંસારમાં પણ શાંતિ અને પ્રસન્નતા મળવી – ટકવી મુશ્કેલ થઈ જશે.
જ
Page #95
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
ધન્યવાદ!સુસ્વાગતમ! (Thank you ! welcome !) એક વાત તો નિશ્ચિત જ છે કે આપણને જે કાંઈ પણ દુઃખ આવે છે, તેમાં વાંક તો આપણા પૂર્વ પાપોનો જ હોય છે, અન્ય કોઈનોય નહીં. જે અન્ય કોઈ દુઃખ આપતાં જણાય છે, તે તો માત્ર નિમિત્તરૂપ જ છે. તેમાં તેમનો કોઈ જ દોષ નથી, તેઓ તો આપણને આપણા પાપથી છોડાવવાવાળા જ છે. છતાં પણ આવી સમજણ ન હોવાથી, આપણને નિમિત્ત પ્રત્યે જરા પણ રોષ/ગુસ્સોક્રોધ આવે, તો તે રોષ/ ગુસ્સો/ક્રોધ આપણને ફરીથી પાપનું બંધન કરાવે છે કે જે ભવિષ્યનાં દુ:ખોનું જનક (કારણ) બને છે. આ જ રીતે અનાદિથી આપણે દુઃખો ભોગવતાં ભોગવતાં, નવાં દુઃખોનું સર્જન કરતાં રહ્યાં છીએ અને અત્યારે પણ કરી રહ્યાં છીએ. આવાં અનંત દુઃખોથી છૂટવાનો માત્ર એક જ માર્ગ છે કે દુઃખના નિમિત્તને હું ઉપકારી માનું, કારણ કે તે મને પાપથી છોડાવવામાં નિમિત્ત થયેલ છે. તે નિમિત્તનો જરા પણ વાંકગુનો ન ચિંતવું, પરંતુ મારા પોતાના પૂર્વ પાપો જ, અર્થાત્ મારા પોતાના પૂર્વનાં દુષ્કૃત્યો જ વર્તમાન દુઃખનું કારણ બનેલ છે. તેથી દુ:ખ વખતે એમ ચિંતવવુ કે – (૧) અહો! મેં આવું દુષ્કૃત્ય કરેલું! ધિક્કાર છે મને ! ધિક્કાર છે મને! એ દુષ્કૃત્ય માટે મિચ્છામિ દુક્કડં ! મિચ્છામિ દુક્કડ ઉત્તમ ક્ષમા ! (આ છે પ્રતિક્રમણ) અને (૨) હવે હું નિર્ણય કર્યું છે કે આવા કોઈ જ દુષ્કૃત્યોનું આચરણ હવે પછી કદી નહીં કરું ! નહીં જ કરું ! (આ છે પ્રત્યાખ્યાન) અને (૩) મારા દુઃખના કારણ તરીકે અન્યોને દોષિત જોવાનું છોડીને, મારાં જ પૂર્વકૃત દુષ્કૃત્ય - મારા જ પૂર્વના પાપકર્મોનો દોષ નિહાળી; અન્યોને તે પાપોથી છોડાવવાળા સમજીને, ઉપકારી માનીને મનમાં ધન્યવાદ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !) કહીએ અને નવા પાપોથી
બચીએ.
આવી જ રીતે ધન્યવાદ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !)નો ઉપયોગ દરેક વિપરીત સંયોગકાળે કરવો જોઈએ. કેમ કે આત્મપ્રાપ્તિ માટે મન શાંત અને પ્રસન્ન હોવું અતિ આવશ્યક છે. બીજું, જેને આપણે આપણું નુકસાન સમજીએ છીએ તે વાસ્તવમાં મારા (આત્માને) માટે લાભદાયક છે; આમ સમજતાં જ ધન્યવાદ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !)નો ભાવ આપણા મનમાં સ્થાયી રૂપ લઈ લેશે અર્થાત્ સર્વદા ઉપસ્થિત રહેશે, જેનાથી આપણે નવાં કર્મોથી બચી જઈશું અને જૂનાં કર્મોની સમતાપૂર્વક નિર્જરા થઈ જશે. ધન્યવાદ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !) નો ભાવ દરેક વિપરીત સંયોગકાળે ઉપયોગી હોવાના બીજાં થોડાંક દષ્ટાંતો અમે અત્રે પ્રસ્તુત કરી રહ્યા છીએ.
જ્યારે કોઈ આલોચક તમારી આલોચના કરી રહ્યો છે ત્યારે એમ વિચારવું કે : (૧) અહો! મેં આવું દુષ્કૃત્ય કર્યું હતું ! ધિક્કાર છે મને! ધિક્કાર છે મને ! તે દુષ્કૃત્યનું મિચ્છામિ દુક્કડ ! મિચ્છામિ દુક્કડે ! ઉત્તમ ક્ષમા! (આ છે પ્રતિક્રમણ) (૨) હવે પછી આવા કોઈ જ દુષ્કૃત્યોનું આચરણ હવે કદી નહીં કરું ! નહીં જ કરું ! (આ છે પ્રત્યાખ્યાન) અને (૩) આલોચકને પોતાનાં પાપકર્મોની સફાઈમાં મદદ કરનાર ઉપકારી માનીને તેમના માટે મનમાં ધન્યવાદની ભાવના ચિંતવવી. તેથી તેમના પ્રત્યે રોષ અથવા દ્વેષનો
Page #96
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૯૧
જન્મ જ નહીં થાય, એકમાત્ર કરુણાભાવ થશે. જેથી આપણે નવા કર્મબંધથી બચી જઈશું, જૂનાં કર્મોનો સમતાપૂર્વક ભોગવટો થઈ જશે અને આપણી પ્રસન્નતા બની રહેશે; તેથી આવા ભાવ સદૈવ સ્વાગત કરવા લાયક છે, અર્થાત્ સુસ્વાગતમ ! સુસ્વાગતમ ! આ કારણે આપણે નવાં પાપકર્મોથી અને દુઃખી થતાં બચી જઈશું, જે આપણે અનાદિથી કરતા આવ્યા છીએ અને કર્મોના દુષ્ચક્રમાં ફસાયેલા છીએ. આવો છે ધન્યવાદ ! સુસ્વાગતમ ! (Thank you ! Welcome! ) નો પ્રભાવ.
જ્યારે કોઈ આલોચક બીજા કોઈની આલોચના કરી રહ્યો છે ત્યારે એમ વિચારવું કે : (૧) અહો ! મેં પણ આવાં (આલોચનાનું અને જેની આલોચના થઈ રહી છે એવાં) દુષ્કૃત્ય અનેક વાર કર્યાં છે. ધિક્કાર છે મને ! ધિક્કાર છે મને ! આવાં દુષ્કૃત્યો કરવા બદલ મિચ્છામિ દુક્કડં ! મિચ્છામિ દુક્કડં! ઉત્તમ ક્ષમા ! (આ છે પ્રતિક્રમણ) (૨) હવે પછી આવાં કોઈ જ દુષ્કૃત્યોનું આચરણ કદી નહીં કરું ! નહીં જ કરું ! (આ છે પ્રત્યાખ્યાન) અને (૩) આલોચકને અને જેની આલોચના થઈ રહી છે તે બન્નેને પોતાનાં પાપકર્મોની સફાઈમાં મદદ કરનાર ઉપકારી માનીને તેમના માટે મનમાં ધન્યવાદની ભાવના ચિંતવવી. તેથી તેમના પ્રત્યે રોષ, દ્વેષ, તુચ્છપણું, નિંદાનો ભાવ, ઘૃણા વગેરેનો જન્મ જ નહીં થાય એકમાત્ર કરુણાભાવ થશે. જેથી આપણે નવા કર્મબંધથી બચી જઈશું, જુનાં કર્મોનો સમતાપૂર્વક ભોગવટો થઈ જશે અને આપણી પ્રસન્નતા બની રહેશે; તેથી આવા ભાવ સદૈવ સ્વાગત કરવાલાયક છે, અર્થાત્ સુસ્વાગતમ ! સુસ્વાગતમ ! આ કારણે આપણે નવાં પાપકર્મોથી અને દુઃખી થતાં બચી જઈશું, જે આપણે અનાદિથી કરતા આવ્યા છીએ અને કર્મોનાં દુષ્ચક્રમાં ફસાયેલા છીએ. આવો છે ધન્યવાદ ! સુસ્વાગતમ ! (Thank you ! Welcome !) નો પ્રભાવ.
જ્યારે આપણે કોઈને ખોટું/ખરાબ કામ કરતા જોઈએ, કોઈને ખોટું/ખરાબ કામ કરતા વૃત્તપત્ર (Newspaper) અથવા અન્ય સમાચાર માધ્યમો દ્વારા જાણીએ અથવા અન્યો દ્વારા સાંભળીએ ત્યારે એમ વિચારવું કે : (૧) અહો ! મેં પણ આવાં ખોટાં/ખરાબ કામ અનેક વાર કર્યાં હશે. ધિક્કાર છે મનો! ધિક્કાર છે ! આવાં દુષ્કૃત્યો કરવા બદલ મિચ્છામિ દુક્કડં ! મિચ્છામિ દુક્કડં ! ઉત્તમ ક્ષમા ! (આ છે પ્રતિક્રમણ) (૨) હવે પછી આવાં ખોટાં/ખરાબ કામ કદી નહીં કરું ! નહીં જ કરું ! (આ છે પ્રત્યાખ્યાન) અને (૩) ખોટાં/ખરાબ કાર્ય કરવાવાળાઓને આપણાં પાપકર્મોને યાદ કરાવવાવાળા અને એવા જ સત્તામાં રહેલાં કર્મોની સફાઈમાં મદદ કરનાર ઉપકારી માનીને તેમના માટે મનમાં ધન્યવાદની ભાવના ચિંતવવી. તેથી તેમના પ્રત્યે રોષ, દ્વેષ, તુચ્છપણું, નિંદાનો ભાવ, ઘૃણા વગેરેનો જન્મ જ નહીં થાય, એકમાત્ર કરુણાભાવ થશે. જેથી આપણે નવા કર્મબંધથી બચી જઈશું, જૂનાં કર્મોનો સમતાપૂર્વક ભોગવટો થઈ જશે અને આપણી પ્રસન્નતા અખંડ રહેશે; તેથી આવા ભાવ સદૈવ સ્વાગત કરવાલાયક છે, અર્થાત્ સુસ્વાગતમ ! સુસ્વાગતમ ! આ કારણે આપણે નવાં પાપકર્મોથી અને દુ:ખી થતાં બચી જઈશું, જે આપણે અનાદિથી
Page #97
--------------------------------------------------------------------------
________________
૯૨
સમ્યગ્દર્શનની રીત
કરતા આવ્યા છીએ અને કર્મોના દુષ્યક્રમાં ફસાયેલા છીએ. આવો છે ધન્યવાદ ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !) 2014.
જ્યારે આપણે કોઈને ધર્મની નિંદા કરતા સાંભળીએ, સાધુની નિંદા કરતા સાંભળીએ, શ્રાવક્ની નિંદા કરતા સાંભળીએ, વિકૃત ધર્મનો પ્રચાર-પ્રસાર કરતા જાણીએ, એકાંત ધર્મનો પ્રચાર-પ્રસાર કરતા જાણીએ અથવા વ્યવહારક્રિયામાં ધર્મ માનતા અને પ્રચાર કરતા જાણીએ ત્યારે એમ વિચારવું કે : (૧) અહો ! મેં પણ આવું અનેક વાર કર્યું હશે, એટલે જ હું અત્યાર સુધી સંસારમાં છું. ધિક્કાર છે મને! ધિક્કાર છે ! આવા કર્મો અને માન્યતાઓને માટે મિચ્છામિ દુક્કડ ! મિચ્છામિ દુક્કડં ! ઉત્તમ ક્ષમા ! (આ છે પ્રતિક્રમણ) (૨) હવે પછી આવા ખરાબ કામ કે માન્યતા કદી નહીં કરું ! નહીં જ કરું ! (આ છે પ્રત્યાખ્યાન) અને (૩) આવા ખરાબ કાર્ય કરવાવાળાઓને અને આવી ખોટી માન્યતાવાળાઓને પોતાનાં પાપકર્મોને યાદ કરાવવાવાળા સમજીને અને એવા જ સત્તામાં રહેલાં કર્મોની સફાઈમાં મદદ કરનાર ઉપકારી માનીને તેમના માટે મનમાં ધન્યવાદની ભાવના ચિંતવવી. તેથી તેમના પ્રત્યે રોષ, દ્વેષ, તુચ્છપણું, નિંદાનો ભાવ, ધૃણા વગેરેનો જન્મ જ નહીં થાય, એકમાત્ર કરુણાભાવ થશે. જેથી આપણે નવા કર્મબંધથી બચી જઈશું, જૂનાં કર્મોનો સમતાપૂર્વક ભોગવટો થઈ જશે અને આપણી પ્રસન્નતા અખંડ રહેશે; તેથી આવા ભાવ સદૈવ સ્વાગત કરવા લાયક છે, અર્થાત્ સુસ્વાગતમ ! સુસ્વાગતમ! આ કારણે આપણે નવાં પાપકર્મોથી અને દુઃખી થતાં બચી જઈશું, જે આપણે અનાદિથી કરતા આવ્યા છીએ અને કર્મોનાં દુષ્યક્રમાં ફસાયેલા છીએ. આવો છે ધન્યવાદ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !) નો પ્રભાવ.
જ્યારે આપણે કોઈ મનુષ્યને અથવા કોઈ પંખી કે પ્રાણીને હિંસા કરતા જોઈએ અથવા સાંભળીએ, ત્યારે એમ વિચારવું કે : (૧) અહો! મેં પણ આવું અનેક વાર કર્યું હશે, અને જો હું આ ભવમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને ત્વરાએ મુક્ત નથી થતો તો આવું અનેક વાર કરી શકું છું. ધિક્કાર છે મને! ધિક્કાર છે! આવી હિંસા માટે મિચ્છામિ દુક્કડં! મિચ્છામિ દુક્કડં ! ઉત્તમ ક્ષમા ! (આ છે પ્રતિક્રમણ) (૨) હવે પછી હું આવી હિંસા ક્યારેય નહીં કરું ! નહીં જ કરું ! (આ છે પ્રત્યાખ્યાન) અને (૩) આવી હિંસા કરવાવાળાઓને પોતાના પાપકર્મોને યાદ કરાવવાવાળા સમજીને અને એવા જ સત્તામાં રહેલાં કર્મોની સફાઈમાં મદદ કરનાર ઉપકારી માનીને તેમના માટે મનમાં ધન્યવાદની ભાવના ચિંતવવી. તેથી તેમના પ્રત્યે રોષ, દ્વેષ, તુચ્છપણું, નિંદાનો ભાવ, ધૃણા વગેરેનો જન્મ જ નહીં થાય, એકમાત્ર કરુણાભાવ થશે. જેથી આપણે નવાકર્મબંધથી બચી જઈશું, જૂનાં કર્મોનો સમતાપૂર્વક ભોગવટો થઈ જશે અને આપણી પ્રસન્નતા અખંડ રહેશે; તેથી આવા ભાવ સદૈવ સ્વાગત કરવાલાયક છે, અર્થાત્ સુસ્વાગતમ! સુસ્વાગતમ! આ કારણે આપણે નવાં પાપકર્મોથી અને દુઃખી થતાં બચી જઈશું, જે આપણે અનાદિથી કરતા આવ્યા છીએ અને કર્મોનાં દુષ્યક્રમાં ફસાયેલા છીએ. આવો છે ધન્યવાદ ! સુસ્વાગતમ ! (Thank you ! Welcome ! ) નો પ્રભાવ.
Page #98
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
જ્યારે આપણે કોઈ પાપીને જોઈએ, ત્યારે એમ વિચારવું કે : (૧) અહો! મેં પણ આવા પાપ અનેક વાર કર્યા હશે, અને જો હું આ ભવમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને મુક્ત નથી થતો તો આવું પાપ અનેકવાર કરી શકું છું. ધિક્કાર છે મને ! ધિક્કાર છે મને ! આવા પાપો માટે મિચ્છામિ દુક્કડં ! મિચ્છામિ દુક્કડં ! ઉત્તમ ક્ષમા ! (આ છે પ્રતિક્રમણ) (૨) હવે પછી આવા પાપ કદી નહીં કરું ! નહીં જ કરું ! (આ છે પ્રત્યાખ્યાન) અને (૩) આવા પાપીને પોતાનાં પાપકર્મોને યાદ કરાવવાવાળા સમજીને અને એવા જ સત્તામાં રહેલા કર્મોની સફાઈમાં મદદ કરનાર ઉપકારી માનીને તેમના માટે મનમાં ધન્યવાદની ભાવના ચિંતવવી. તેથી તેમના પ્રત્યે રોષ, દ્વેષ, તુચ્છપણું, નિંદાનો ભાવ, ધૃણા વગેરેનો જન્મ જ નહીં થાય, એકમાત્ર કરુણાભાવ થશે. જેથી આપણે નવા કર્મબંધથી બચી જઈશું, જૂનાં કર્મોનો સમતાપૂર્વક ભોગવટો થઈ જશે અને આપણી પ્રસન્નતા અખંડ રહેશે; તેથી આવા ભાવ સદૈવ સ્વાગત કરવાલાયક છે, અર્થાત્ સુસ્વાગતમ! સુસ્વાગતમ! આ કારણે આપણે નવાં પાપ કર્મોથી અને દુઃખી થતાં બચી જઈશું જે આપણે અનાદિથી કરતા આવ્યા છીએ અને કર્મોનાં દુષ્યક્રમાં ફસાયેલા છીએ. આવો છે ધન્યવાદ ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !)નો પ્રભાવ.
જ્યારે આપણે કોઈ ગંદકી કે ગંદાને જોઈએ ત્યારે એમ વિચારવું કે : (૧) અહો ! મેં પણ આવી ગંદકીમાં અનેક વાર જન્મ ધારણ કર્યા હશે, અને જો હું આ ભવમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને મુક્ત નથી થતો, તો આવી ગંદકીમાં મારે અનેક વાર જન્મ લેવા પડી શકે છે. ધિક્કાર છે મને ! ધિક્કાર છે ! આવા પાપોનું મિચ્છામિ દુક્કડ ! મિચ્છામિ દુક્કડં ! ઉત્તમ ક્ષમા ! (આ છે પ્રતિક્રમણ) (૨) હવે પછી આવા પાપો કદી નહીં કરું કે જેથી મારે ગંદકીમાં જન્મ લેવો પડે. નહીં જ કરું! (આ છે પ્રત્યાખ્યાન) અને (૩) આવી ગંદકી કે ગંદાને પોતાનાં પાપકર્મોને યાદ કરાવવાવાળા સમજીને અને એવા જ સત્તામાં રહેલાં કર્મોની સફાઈમાં મદદ કરનાર ઉપકારી માનીને તેમના માટે મનમાં ધન્યવાદની ભાવના ચિંતવવી. તેથી તેમના પ્રત્યે રોષ, દ્વેષ, તુચ્છપણું, નિંદાનો ભાવ, ધૃણા વગેરેનો જન્મ જ નહીં થાય, એકમાત્ર કરુણાભાવ થશે. જેથી આપણે નવા કર્મબંધથી બચી જઈશું, જૂનાં કર્મોનો સમતાપૂર્વક ભોગવટો થઈ જશે અને આપણી પ્રસન્નતા અખંડ રહેશે; તેથી આવા ભાવ સદૈવ સ્વાગત કરવાલાયક છે, અર્થાત્ સુસ્વાગતમ! સુસ્વાગતમ! આ કારણે આપણે નવાં પાપકર્મોથી અને દુઃખી થતાં બચી જઈશું, જે આપણે અનાદિથી કરતા આવ્યા છીએ અને કર્મોનાં દુષ્યક્રમાં ફસાયેલા છીએ. આવો છે ધન્યવાદ ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !) નો પ્રભાવ.
જ્યારે આપણને બીજાના કારણે આર્થિક અથવા અન્ય કોઈ પણ નુકસાન થાય, ત્યારે એમ વિચારવું કે : (૧) અહો! મેં પણ આવું કોઈનું નુકસાન કરાવ્યું હશે, ધિક્કાર છે મને ! ધિક્કાર છે ! આવા કાર્ય માટે મિચ્છામિ દુક્કડં ! મિચ્છામિ દુક્કડં ! ઉત્તમ ક્ષમા ! (આ છે પ્રતિક્રમણ) (૨) હવે પછી એવું કાર્ય કદી નહીં કરું કે જેથી બીજાનું નુકસાન થાય. એવું નહીં જ કરું ! (આ છે પ્રત્યાખ્યાન) અને (૩) આવું
Page #99
--------------------------------------------------------------------------
________________
૯૪
સમ્યગ્દર્શનની રીત
નુક્સાન કરાવવાવાળાને પોતાનાં પાપકર્મોની સફાઈમાં મદદ કરાવવાવાળા ઉપકારી માનીને તેમના માટે મનમાં ધન્યવાદની ભાવના ચિંતવવી. તેથી તેમના પ્રત્યે રોષ, દ્વેષ, તુચ્છપણું, નિંદાનો ભાવ, ધૃણા વગેરેનો જન્મ જ નહીં થાય, એકમાત્ર કરણાભાવ થશે. જેથી આપણે નવા કર્મબંધથી બચી જઈશું, જૂનાં કર્મોનો સમતાપૂર્વક ભોગવટો થઈ જશે અને આપણી પ્રસન્નતા અખંડ રહેશે; તેથી આવા ભાવ સદૈવ સ્વાગત કરવા લાયક છે, અર્થાત્ સુસ્વાગતમ! સુસ્વાગતમ! આ કારણે આપણે નવાં પાપકર્મોથી અને દુઃખી થતાં બચી જઈશું, જે આપણે અનાદિથી કરતા આવ્યા છીએ અને કર્મોનાં દુષ્યક્રમાં ફસાયેલા છીએ. આવો છે ધન્યવાદ! સુસ્વાગતમ! (Thank you ! welcome !)નો પ્રભાવ.
જ્યારે આપણું આર્થિક અથવા અન્ય કોઈ પણ નુકસાન પોતાથી જ થાય, ત્યારે એમ વિચારવું કે: (૧) મારું આ જન્મમાં કમાયેલ ધન કે અન્ય વસ્તુ મારા પાછળનાં જન્મોનો હિસાબ ચૂકવવામાં કામમાં આવ્યું. જેવી રીતે આપણે કોઈની પાસેથી ત્રણ (Loan) લઈએ અને આપણે જ્યારે તે પાછું ચુકવી દઈએ ત્યારે આપણને આનંદ થાય છે, સંતોષ થાય છે કે આપણે ત્રણમુક્ત થઈ ગયા. એવી જ રીતે આ આર્થિક અથવા અન્ય કોઈ પણ નુકસાન આપણે આગળના અનેક ભવોમાં લીધેલું ત્રણ જ છે; પરંતુ તે વાત આપણે ભૂલી ગયા હોવાથી આપણને દુઃખ થાય છે. (૨) ભગવાનની આપણને સૌને ખાતરી (Assurance) છે કે આપણને ક્યારેય બીજનાં કર્મોની સજા મળવાની નથી. એટલે એક વાત તો નક્કી જ છે કે તે મારું જ લીધેલું ત્રણ હતું કે જે મેં નુકસાનના રૂપે ભરપાઈ કર્યું છે. (૩) આ કારણથી એમ વિચારવું કે હું ત્રણમુક્ત થયો અને તેનો આનંદ અને સંતોષ લેવો. જેનાથી આપણે નવા કર્મબંધથી બચી જઈશું, જૂનાં કર્મોનો સમતાપૂર્વક ભોગવટો થઈ જશે અને આપણી પ્રસન્નતા અખંડ રહેશે; તેથી આવા ભાવ સદૈવ સ્વાગત કરવાલાયક છે, અર્થાત્ સુસ્વાગતમ! સુસ્વાગતમ! આ કારણે આપણે નવાં પાપકર્મોથી અને દુઃખી થતાં બચી જઈશું, જે આપણે અનાદિથી કરતા આવ્યા છીએ અને કર્મોનાં દુષ્યક્રમાં ફસાયેલા છીએ. આવો છે ધન્યવાદ! સુસ્વાગતમ! (Thank you ! welcome !) નો પ્રભાવ.
આવી જ રીતે ધન્યવાદ ! સુસ્વાગતમ! (Thank you ! Welcome ! ) નો ઉપયોગ આપણે અનેક વિપરીત પરિસ્થિતિઓમાં કરીને આપણો ફાયદો લઈ શકીએ છીએ અને આપણને કર્મોનાં દુષ્યક્રથી મુક્ત કરાવી શકીએ છીએ.
કર્મોનાં દુષ્યક્રથી ફ્લાયેલા રહીને, આપણે અનાદિથી આપણું ભવિષ્ય નક્કી કરતા આવ્યા છીએ અને વર્તમાનમાં પણ કરી રહ્યા છીએ. અનાદિથી આપણે આપણું ભવિષ્ય બે રીતે નક્કી કરતા આવ્યા છીએ, એક વર્તમાનમાં આપણને મળેલા સંયોગમાં રતિ-અરતિ (પસંદ-નાપસંદ) કરીને અર્થાત્ વર્તમાન પરિસ્થિતિની સામે પ્રતિક્રિયાના રૂપમાં અને બીજું નવી ક્રિયાના રૂપે અર્થાત્ નિદાન અને પુણ્ય પાપ કરીને. એટલા માટે જ જીવ જયાં સુધી સમ્યગ્દર્શન પ્રાપ્ત નથી કરતો, ત્યાં સુધી એનાં કર્મોનું દુષ્યક્ર સમાપ્ત થવાનું નથી. આગળ અમે નિદાન વિશે થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
Page #100
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
આપણે જાણતાં-અજાણતાં નિત્ય - હંમેશાં અનેક રીતે નિદાન કરતાં હોઈએ છીએ. તેને અંગ્રેજીમાં 1aM of attraction (આકર્ષણનો નિયમ) અથવા Secret(ગુસ/રહસ્યમય)ના નામે અનેક લોકો અનુસરે છે અને જાણતાં-અજાણતામાં તેઓ નિદાન શલ્ય બાંધે છે. જેમ કે આપણે ટી.વી., સિનેમા, નાટક, વગેરે જોતી વખતે અમુક વાતો નક્કી કરી લઈએ છીએ. ઉદાહરણ :- આપણને ટી.વી., સિનેમા, નાટક વગેરેનું કોઈ પાત્ર પસંદ આવી ગયું, કોઈ બંગલો કે ફ્લેટ કે ફર્નિચર પસંદ આવી ગયું, કોઈ પ્રસંગ પસંદ આવી ગયો, કોઈ વક્તા કે વક્તવ્ય પસંદ આવી ગયું, કોઈ ઝવેરાત કે કપડાં પસંદ આવી ગયા અથવા બીજું કાંઈ પણ પસંદ આવી ગયું અને આપણે વિચારી લીધું કે આવું મને પણ મળે કે આવું મારે પણ હોય. આને નિદાન કહેવાય છે, તેમાં જેનું પુણ્ય હોય તેને તેવો બંગલો વગેરે મળે છે અને જે પુણ્ય ઓછું હોય તો તે બંગલા વગેરેને નોકર બનીને પામે છે. જે એટલું પણ પુણ્ય ન હોય તો આપણે પાલતું પ્રાણી તરીકે અથવા વંદો-કીડી વગેરે બનીને પણ તેને અવશ્ય પામીયે છીએ. આવો પ્રભાવ છે નિદાનનો એટલે એને નિદાન શલ્ય પણ કહેવાય છે, કેમ કે તે નિદાનના કારણે આપણને જે આપણાં કર્મો અનુસાર મળવાનું જ છે તેનાથી ઓછું મળે છે અને તે ભોગવતાં પાપ બંધ વિશેષ થાય છે. કેમ કે આપણે તેને માંગીને લીધેલ હોવાથી તેમાં આસક્તિ અધિક જ હોય છે. આવું હોવાથી આપણે માગવાની આવશ્યકતા જ નથી, આપણને આપણા કર્મ અનુસાર તેનાથી પણ સારું મળવાનું જ છે.
જેમ કે આપણે ક્યાંય ફરવા ગયા હોઈએ કે કોઈ પ્રાકૃતિક જગ્યા પર ગયા હોઈએ અને આપણને તે જગ્યા અથવા પ્રાકૃતિક દશ્ય ગમી ગયું, ત્યારે આપણે ત્યાં જ જન્મ લેવાનું નક્કી થઈ જાય છે. કેમ કે જે આપણને ગમે છે, ધણું કરીને ત્યાં જ આપણો જન્મ થાય છે. તે પ્રાકૃતિક જગ્યા પર આપણે વનસ્પતિ-પાણી-પૃથ્વી આદિમાં અસંખ્યાત કાળ સુધીનું આરક્ષણ (Booking) કરાવી લઈએ છીએ, ત્યાં જ એકેન્દ્રિય રૂપે જન્મ-મરણ કરતા રહી શકીએ છીએ.
જેમ કે આપણને વિજાતીય વ્યક્તિનું કોઈ અંગ પસંદ આવી ગયું, તો આપણે તે અંગમાં જન્મવાનું આરક્ષણ (Booking) કરાવી લીધું. તે અંગમાં આપણે સૂક્ષ્મ જીવાણું બનીને લાંબા કાળ સુધી ત્યાં જ જન્મ-મરણ કરતા રહી શકીએ છીએ.
જેમ કોઈ ધર્મી જીવને મહાવિદેહ ક્ષેત્રમાં, ભગવાન ત્યાં હંમેશાં વિહરમાન હોવાને કારણે, જન્મ લેવાનો ભાવ થયો. એ જીવ એવું વિચારે છે કે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને હું ધર્મ પ્રાપ્ત કરીશ, તો એ પણ એક પ્રકારનું નિદાન જ છે. પરંતુ જેણે ધર્મ કરવો હોય તેણે આજે જ અને અહીંયા જ કરવો જોઈએ; કેમ કે અહીંયા પણ અત્યારે ભગવાન મહાવીર સ્વામીનું શાસન પ્રવર્તમાન છે અને અહીંયા પણ આપણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને એકાવતારી બની શકીએ છીએ. જેણે ધર્મને આવતી કાલ પર છોડ્યો એની કાલ ક્યારેય આવતી નથી, ત્યારે આ અમૂલ્ય જન્મને છોડીને આગલા ભવની રાહ જોવી કેવી સમજદારી છે ? ખરેખર સમજદારીનો જ અભાવ છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
એવી જ રીતે ઘણાં લોકો ધર્મ કરીને દેવોના દિવ્ય સુખની કામના કરે છે અને એવા ઉદ્દેશ્યની પ્રાપ્તિ અર્થે જ ધર્મ કરે છે. આવા લોકો સમ્યગ્દર્શનના અભાવના કારણે પ્રાયઃ દેવગતિ પ્રાપ્ત કરીને પણ એકેન્દ્રિયમાં જતા રહે છે, જેમાં તેમનો અનંત કાળ વીતી શકે છે. અને ભગવાને એકેન્દ્રિયમાંથી બહાર નીકળવાને ચિંતામણિ રત્નની પ્રાપ્તિથી પણ અધિક દુર્લભ બતાવ્યું છે, તે ભૂલવા જેવું નથી.
ભગવાને ફરમાવ્યું છે કે દરેક પ્રકારનો સંયોગ દરેકને પોતાનાં કર્મ અનુસાર જ મળે છે, તો પછી માગીને અર્થાત્ નિદાન કરીને પોતાનું નુકસાન કેમ કરવું? આ વાત મુમુક્ષુએ વિચારવી અને સમજવી અતિ આવશ્યક છે, કે જેનાથી તેઓ નિદાન શલ્યથી બચી શકે છે.
આ પ્રકારે આપણે અનાદિથી કોઈ ને કોઈ પ્રકારના નિદાન કરીને પોતાને જ ઠગતા આવ્યા છીએ અને હવે ક્યાં સુધી આવું કરતા રહેવું છે ? આ નક્કી કરીને ત્વરાએ ઉપર પ્રમાણેની રીતથી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા બનાવવી જોઈએ. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે સત્ય ધર્મ મળવો અતિ આવશ્યક છે. હવે આગળ અમે સત્ય ધર્મનું સ્વરૂપ સમજાવીએ છીએ.
જીવ વિચારે છે કે ક્યા સંપ્રદાયમાં જોડાવાથી મને સમ્યગ્દર્શન મળી શકે છે ? અથવા કયો સંપ્રદાય સાચો છે ? આવા અનેક પ્રશ્નોનો જવાબ તે શોધતો રહે છે. પરંતુ જ્યારે તેને બધાં જ સંપ્રદાયવાળા કહે છે કે, એકમાત્ર અમારો સંપ્રદાય જ સાચો છે અને એકમાત્ર અમારા સંપ્રદાયમાં જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે; બીજા તમામ પાખંડ છે અર્થાત્ બીજા તમામ સંપ્રદાય જૂઠા છે, ત્યારે તે જીવ અસમંજસમાં પડી જાય છે અને વિચારે છે કે આમાંથી કોણ સાચું બોલે છે ? પ્રાયઃ તમામ સંપ્રદાયોમાં પોતપોતાની રૂઢિ અનુસાર ધર્મક્રિયાઓ અને પોતપોતાનાં નિત્યક્રમો ચાલતાં હોય છે, જેમાં બદલાવની કે કાંઈક નવું કરવાની સંભાવના બહુ જ ઓછી હોય છે. લોકો પ્રાય: પોતાના પૈતૃક સંપ્રદાયને જ સાચો અને સારો માને છે, એનું જ અનુસરણ કરે છે. અથવા પોતાની આજુબાજુમાં કે સગાંસંબંધીમાં આર્થિક રૂપથી સંપન્ન લોકોના પ્રભુત્વમાં આવીને તેમના કહેલા મત-પંથ-સંપ્રદાય કે વ્યક્તિ આધારિત પંથ (Personality cult) ને જ માન્ય કરીને, તેનું આંધળું અનુકરણ કરતો રહે છે; એનો જ કટ્ટરતાથી પ્રચાર-પ્રસાર કરતા રહે છે. આવું કરીને, એવા જીવો પોતાના માટે અનંત કાળના અંધકારમય ભવિષ્યનું નિર્માણ કરે છે.
ધર્મ હંમેશાં પરીક્ષા કરીને જ અંગીકાર કરવો જોઈએ. જેમ કોઈ રોગી ઘણા સમયથી દવા ખાઈને પણ જે સાજો નથી થતો, ત્યારે એ ચોક્કસ વિચારે છે કે કાં તો દવા બદલવી પડશે અથવા તો ડોક્ટર બદલવા પડશે. પરંતુ આપણે જ્યારે કોઈ સંપ્રદાયમાં ઘણાં વર્ષોથી ધર્મક્રિયાઓ, પ્રવચન, વ્યાખ્યાન, સ્વાધ્યાય, નિત્યક્રમ વગેરે કરવા છતાં આપણા પરિણામ સુધરતા નથી અથવા આપણો ભાવ, ધર્મને અનુકૂળ નથી થતો તો પણ કાંઈ વિચારતા નથી. એનાથી ઊલટું આપણે તે જ બધું યંત્રવત્ કર્યા જ કરીએ છીએ અને આપણને ફાયદો (લાભ) થયો હોય કે નહીં, તો પણ આપણે એનો જ પ્રચાર-પ્રસાર કરતા
Page #102
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
રહીએ છીએ. પરંતુ પોતાના ભાવ કે પરિણામને નજરઅંદાજ જ કરીએ છીએ, એટલા માટે સત્ય/શુદ્ધ ધર્મના વિશે જાણવું આવશ્યક છે.
સત્ય/શુદ્ધ ધર્મ કોઈ સંપ્રદાય અથવા વ્યક્તિ આધારિત પંથની (Personality cult) સાથે બંધાયેલો નથી અને તે કોઈ સંપ્રદાય અથવા વ્યક્તિ આધારિત પંથની (Personality cult) જાગીર પણ નથી. પરંતુ સત્ય/શુદ્ધ ધર્મ જ્ઞાની પાસે અવશ્ય છે; કેમ કે તે આત્મા આશ્રિત છે, અર્થાત્ તે શુદ્ધાત્માના અનુભવરૂપ સમ્યગ્દર્શનથી જોડાયેલો છે, નહીં કે કોઈ સંપ્રદાય કે વ્યક્તિ આધારિત પંથની (Personality cult) સાથે. પરમ સત્ તત્ત્વ જ સત્ય/શુદ્ધ ધર્મ છે, અર્થાત્ વસ્તુનો સ્વભાવ જ ધર્મ છે; અર્થાત્ ધર્મ કોઈ ક્રિયા-કાંડ, જપ-તપ, પૂજા પદ્ધતિ અથવા કોઈ મંદિર, ગિરજાઘર કે ધર્મસ્થાનના આધારે નથી. છતાં પણ અનેક સાંપ્રદાયિક લોકો પુષ્કળ ધન ખર્ચને ધાર્મિક ઉત્સવ મનાવે છે અને તેને ધર્મની પ્રભાવના જણાવે છે, પરંતુ વાસ્તવમાં તે ફક્ત સંપ્રદાયનો પ્રચાર-પ્રસાર જ હોય છે. તેનાથી ઊલટું તેઓ આવા ધનનું લાપરવાહ પ્રદર્શન કરીને ધર્મના અનેક ટીકાકારને જન્મ આપે છે, કે જેનાથી ઘણાં ભોળા જીવો ધર્મથી દૂર થઈ જાય છે, અને અન્ય સંપ્રદાયના લોકો પણ ધનનું આવું લાપરવાહ પ્રદર્શન જોઈને વિરોધી બને છે. આવું અઢળક ધન ખર્ચવાવાળા પોતાને મહાન (Great) માનવા માંડે છે અને મંદિર, સ્થાનક કે ધર્મસ્થાનમાં પોતાની મનમાની ચલાવવા લાગે છે; આવી રીતે તેઓ પોતાના અહને જ પાળી-પોષીને મોટો કરતા રહે છે, જે એમના માટે સમાજમાં અપકીર્તિકર બને છે અને અધ્યાત્મમાં પણ પરમ ઘાતક બને છે.
બીજું, મત-પંથ-સંપ્રદાય-વ્યક્તિવિશેષનો આગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ, પૂર્વાગ્રહ, દુરાગ્રહ અથવા પક્ષ આત્મપ્રાપ્તિ માટે સૌથી મોટું અંતરાય/વિદન છે અને વાસ્તવમાં કરુણા એ છે કે પ્રત્યેક સંપ્રદાય કેવળ પોતાને જ સંપૂર્ણ અને પરમ સત્ય માને છે, અને અન્યોને જૂઠા અને અધૂરા માને છે; આવી ભાવના કે કથનથી દ્વેષનો જન્મ થતો હોવાથી, આવી ભાવના કે કથનથી સત્ય ધર્મનો જ પરાજય થાય છે કે જે અપેક્ષિત જ નથી. અર્થાત્ સત્ય ધર્મની પ્રાપ્તિ પ્રાયઃ જ્ઞાની પાસેથી જ સંભવ છે. સત્ય ધર્મ પ્રાપ્ત જ્ઞાનીને કોઈ સંપ્રદાયનો આગ્રહ નથી હોતો, પરંતુ પરમ સત્યનો જ આગ્રહ હોય છે, એટલા માટે જ્ઞાની પાસેથી કેવળ સત્ય ધર્મની પ્રાપ્તિની જ કામના કરવી પરમ ઉપાદેય-શ્રેષ્ઠ છે, નહીં કે સંપ્રદાયની, કેમ કે જ્ઞાનીની અશાતના(અવમાનના)નું ફળ અનંત સંસાર છે. અર્થાત્ જ્ઞાનીને કોઈ પણ સાંપ્રદાયિક દષ્ટિકોણથી ન જોવા અને સાંપ્રદાયિક દૃષ્ટિકોણથી મૂલ્યાંકન પણ ન કરવું; કારણ કે જ્ઞાની સામેવાળી વ્યક્તિની યોગ્યતાને અનુરૂપ જ ધર્મપ્રાપ્તિ માટે ઉપદેશ આપે છે, જેમ કે કોઈ પણ વૈદ્ય કે ડૉક્ટર દર્દને અનુરૂપ જ દવા આપે છે. તમામ દર્દીને એક જ દવા નથી આપવામાં આવતી અર્થાત્ તમામ માટે એક જ ધર્મક્રિયાઓ, પ્રવચન, વ્યાખ્યાન, સ્વાધ્યાય, નિત્યક્રમ વગેરે નથી હોતા, પરંતુ તેમની યોગ્યતા અને સ્તર (પાત્રતા) અનુસાર જે ઉચિત હોય તે જ બતાવવામાં આવે છે.
પ્રશ્ન :- કોઈ એવું પૂછે કે સત્ય ધર્મની પ્રાપ્તિ પ્રાય: જ્ઞાની પાસેથી જ સંભવ છે એવું કેમ કહો
Page #103
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શનની રીત
છો ? શું ભગવાનની પરંપરાથી પ્રાપ્ત આગમો અને શાસ્ત્રોથી સત્ય ધર્મનો નિર્ણય ન થઈ શકે ?
ઉત્તર :- ભગવાનની પરંપરાથી પ્રાપ્ત આગમો અને શાસ્ત્રોથી પણ સત્ય ધર્મનો નિર્ણય થઈ શકે છે, પરંતુ આ કાળમાં મુખ્યત્વે ત્રણ સમસ્યાઓ જ્વલંત છે : એક, લોકો આગમો અને શાસ્ત્રોનું યથાર્થ અર્થઘટન નથી કરી શકતા અર્થાત્ જે પણ અર્થઘટન કર્યું છે તે ઘણું કરીને (પ્રાય:) એકાંતરૂપ જ કર્યું છે, એટલે કે ઘણું કરીને (પ્રાય:) એકાંતરૂપ ધર્મનું જ પ્રવર્તન ચાલે છે. બીજું, લોકો ઘણાં આગમો અને શાસ્ત્રોને જ નથી માનતાં અને જેને માને પણ છે તેને પણ સમગ્રતાથી નથી માનતાં. તેઓ તે આગમો અને શાસ્ત્રોમાંથી પણ તે જ વાતો માને છે અને પ્રચાર કરે છે કે જે વાતો તેમના પોતાના મતને અનુરૂપ હોય, બીજી વાતોને ગૌણ કરી દે છે. ત્રીજું, લોકો પ્રાયઃ સાંપ્રદાયિક ક્રિયાઓને જ ધર્મ માની લે છે જ્યારે આવી ક્રિયાઓ ગણવેશ (Uni form) માત્ર જ છે. જેમ વિદ્યાર્થી સ્કૂલમાં ગણવેશ પહેરીને જવાથી જ પાસ નથી થઈ જતાં, એમને ગણવેશ પહેરવા ઉપરાંત અભ્યાસ પણ કરવો પડે છે ત્યારે તેઓ પાસ થાય છે. તેવી જ રીતે મુમુક્ષુએ સાંપ્રદાયિક ક્રિયાઓની સાથે પોતાના ભાવ પણ સુધારવા પડે છે, અર્થાત્ ભાવશુદ્ધિ પણ આવશ્યક છે ત્યારે તેમને મોક્ષમાર્ગની પ્રાપ્તિ શક્ય થઈ શકે છે, તે સમજવું આવશ્યક છે. અર્થાત્ ધર્મ આંતરિક પ્રક્રિયા વધુ છે, તેથી જ અનંત કાળથી અનેક લોકોને બહારની ક્રિયાઓ શુદ્ધ કરવા છતાં પણ સત્ય ધર્મની પ્રાપ્તિ નથી થઈ શકી. તેનું જ વિશેષ સ્પષ્ટીકરણ પણ આપીએ છીએ.
લોકો આગમો અને શાસ્ત્રોનું યથાર્થ અર્થઘટન નથી કરી શકતા અર્થાત્ જે પણ અર્થઘટન કર્યું છે તે પ્રાયઃ એકાંતરૂપ જ કર્યું છે એટલે કે પ્રાય: એકાંતરૂપ ધર્મનું જ પ્રવર્તન ચાલી રહ્યું છે, તેના થોડાં જવલંત ઉદાહરણો પ્રસ્તુત કરીએ છીએ.
ઉદાહરણ પહેલું ઘણાં લોકો એમ કહે છે કે દષ્ટિનો (સમ્યગ્દર્શનનો) વિષય એટલે પર્યાયરહિત દ્રવ્ય અને તેનો અક્ષરશઃ અર્થ કરીને પર્યાયને દ્રવ્યથી જુદો કરવાનો પણ પ્રયાસ કરે છે. એક વખત દ્રવ્યને કાતરથી કાપવું જ પડશે અને પછી તેને જોડી દઈશું એવી વાત કપડાં સીવવાના ઉદાહરણ દ્વારા પણ કરતા રહે છે. દ્રવ્ય અને પર્યાયનો ધ્રુવ પણ અલગ અલગ માને છે અર્થાત્ બે ધ્રુવ માને છે. પરંતુ દ્રવ્ય અભેદ હોવાના કારણે એમાંથી કાંઈ કાઢી નથી શકતા અથવા કાપી પણ નથી શકતા, એ જ કારણે આવા લોકો પ્રાય: ભ્રમમાં જ રહે છે. આવા લોકો પ્રાય: એકાંતવાદી હોય છે અને પોતાના ધર્મ-કર્તવ્ય અને યોગ્યતાપ્રાપ્તિને પણ ક્રમબદ્ધ પર્યાયના નામે નિયતિ પર છોડીને પોતાનો પૂર્ણ પુરુષાર્થ અર્થ અને કામની પાછળ જ લગાવે છે. એમને ખબર નથી કે ક્રમબદ્ધ પર્યાયમાં પાંચેય સમવાય સામેલ હોય છે, કેવળ નિયતિને ક્રમબદ્ધ પર્યાય માનવું ભૂલભરેલું છે; આ અર્થઘટન પણ એકાંતવાદનો જ નમૂનો છે. એવા લોકો અર્થ અને પ્રલોભનોને જ પોતાના શસ્ત્ર બનાવીને, પોતાના માનેલા ધર્મની પ્રભાવના કરવા ઈચ્છે છે. પરંતુ એવા લોકોને એ પણ ખબર નથી કે ધર્મની પ્રભાવના કરવા માટે પ્રથમ પોતે ધર્મની પ્રાપ્તિ કરવી અત્યંત
Page #104
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૯૯
આવશ્યક છે, અન્યથા ધર્મની પ્રભાવના સંભવ જ નથી. અર્થથી અથવા અન્ય પ્રલોભનોથી આપણે જેની પ્રભાવના કરીએ છીએ, તે માત્ર અર્થની જ પ્રભાવના થાય છે, તેનાથી અર્થના કામી લોકો, અર્થ કે પ્રલોભનો માટે આપના સંપ્રદાયમાં સામેલ અવશ્ય થઈ જાય છે; પરંતુ એવા સંપ્રદાયમાં પ્રાણ નથી હોતા, માત્ર સંખ્યા હોય છે. જેનાથી કોઈનું પણ કલ્યાણ થવું સંભવ નથી.
- ઉપરોક્ત દષ્ટિનો (સમ્યગ્દર્શનનો) વિષય એટલે પર્યાયરહિત દ્રવ્ય એ વાત સાચી છે, પરંતુ એમાં અપેક્ષા સમજવી આવશ્યક છે. પર્યાયરહિત દ્રવ્ય અર્થાત્ પર્યાયને ગૌણ કરીને અર્થાત્ વિભાવને ગૌણ કરીને જે શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે, તે દૃષ્ટિનો (સમ્યગ્દર્શનનો) વિષય છે. આ વાત નહીં સમજવાના કારણે, માત્ર શબ્દાર્થ પકડીને એવી પ્રરૂપણા કરવામાં આવે છે, જે અનેક જીવો માટે ઘાતક છે અર્થાત્ અનેક જીવોને અનંત કાળ સુધી સંસારમાં રખડાવવા માટે સક્ષમ છે.
ઉદાહરણ બીજું : અમુક લોકો એવું પણ કહે છે કે આત્મામાં રાગ છે જ નહીં, આવું સમયસાર વગેરે શાસ્ત્રોમાં અનેક વાર જણાવ્યું છે અને તેનો અક્ષરશઃ અર્થ કરતાં એવા લોકો આત્મા રાગ કરે છે તે વાતને જ નથી માનતાં અને સ્વચ્છંદ રૂપે પરિણમે છે. એ જ કારણે આવા લોકો પ્રાય: ભ્રમમાં જ રહે છે. આવા લોકો પ્રાયઃ એકાંતવાદી હોય છે અને પોતાના ધર્મ-કર્તવ્ય અને યોગ્યતા પ્રાપ્તિને પણ ક્રમબદ્ધ પર્યાયના નામે નિયતિ પર છોડીને પોતાનો પૂર્ણ પુરુષાર્થ અર્થ અને કામની પાછળ જ લગાવે છે. આત્મામાં રાગ છે જ નહીં આવું કથન સમયસાર વગેરે શાસ્ત્રોમાં અનેક વાર જણાવ્યું છે. આ કથન સાચું હોવા છતાં અપેક્ષા ન સમજવાના કારણે તેનો અક્ષરશ: અર્થ કરતાં હોવાથી, આવા લોકો એકાંતવાદના શિકાર થઈ જાય છે. સમયસાર જેવાં શાસ્ત્રોમાં શુદ્ધાત્માની જ વાત કરી છે કે જે દષ્ટિનો (સમ્યગ્દર્શનનો) વિષય છે, અર્થાત્ સમયસાર જેવાં શાસ્ત્રોમાં આત્મામાંથી વિભાવને ગૌણ કર્યા પછી જે પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા શેષ રહે છે; તેની જ વાત કરી હોવાથી, આત્મામાં રાગ છે જ નહીં એમ જણાવ્યું છે. અર્થાત્ આત્મા રાગરૂપે પરિણમતો હોવા છતાં દષ્ટિના (સમ્યગ્દર્શનના) વિષયમાં રાગ ગૌણ હોવાના કારણે સમયસાર જેવા ગ્રંથોમાં, સમ્યગ્દર્શન કરાવવા અર્થે જ શુદ્ધાત્માની વાત કહેવામાં આવી છે કે જે દષ્ટિનો (સમ્યગ્દર્શનનો વિષય છે. આ સમજવું અતિ આવશ્યક છે.
તેથી સમયસાર શ્લોક ૬૯માં કહ્યું છે કે, જેઓ નય પક્ષપાતને છોડી (અર્થાત્ અમે અનેક વાર આગળ જણાવ્યા અનુસાર જેણે કોઈ પણ એક નયનો આગ્રહ હોય અથવા તો કોઈ મત-પંથ-વ્યક્તિનો આગ્રહ હોય અને જેઓ આવા પૂર્વાગ્રહ-હઠાગ્રહ છોડી શકે છે) પોતાના સ્વરૂપમાં ગુમ થઈને (અર્થાત્ સ્વમાં અથવા શુદ્ધાત્મામાં “હુંપણું કરીને સમ્યગ્દર્શન રૂપે પરિણમીને) સદા રહે છે તેઓ જ, (અર્થાત્ નય અને પક્ષને છોડે છે તેવા મુમુક્ષુઓ જ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે, તેઓ જ કે) જેમનું ચિત્ત વિકલ્પજળથી રહિત શાંત થયું છે એવા થયા થકા (બનેલા એવા) (અર્થાત્ નિર્વિકલ્પ “શુદ્ધાત્મા'નો
Page #105
--------------------------------------------------------------------------
________________
૧૦૦
સમ્યગ્દર્શનની રીત
અનુભવ કરતા હોવાથી) સાક્ષાત અમૃતને (અનુભૂતિરૂપ અતિન્દ્રિય આનંદને) પીએ છે. (અર્થાત્ અનુભવ કરે છે) અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે સર્વે લોકોએ નય અને પક્ષનો આગ્રહ છોડવા યોગ્ય છે.
આવી સમસ્યાઓની વચ્ચે જો કોઈ મુમુક્ષુ જીવ આવા ખોટા અર્થઘટન કરવાવાળામાં ફસાઈ ગયો તો તેનું સંપૂર્ણ જીવન નષ્ટ થઈ જાય છે અને તેનો અનંત કાળ અંધકારમય થઈ શકે છે. આવી વિટંબણા છે આ હુડાઅવસર્પિણી પંચમ કાળની, એટલે જ અમે કહ્યું છે કે “સત્ય ધર્મની પ્રાપ્તિ પ્રાય: જ્ઞાનીની પાસેથી જ સંભવ છે'. કેમ કે જ્ઞાનીને મત, પંથ, સંપ્રદાયનો પક્ષ, આગ્રહ, કદાગ્રહ, હઠાગ્રહ, દૂરાગ્રહ નથી હોતો અને આ જ કારણે જ્ઞાની આગમ અને શાસ્ત્રોનું યથાર્થ અર્થઘટન કરી શકે છે. જ્ઞાની જ સત્ય ધર્મના વૈદ્ય અથવા ડૉક્ટર છે કે જેઓ આપના આધ્યાત્મિક સ્તર પ્રમાણે આપના માટે ઉપયુક્ત સાધના બતાવી શકે છે. અન્યથા પોતે પોતાની રીતે કરેલી સાધના સ્વચ્છંદ કહેવાય છે, તેથી પણ એમ કહ્યું છે કે સત્ય ધર્મની પ્રાપ્તિ પ્રાયઃ જ્ઞાની પાસેથી જ સંભવ છે.
સત્ય ધર્મની પ્રાપ્તિ માટે સત્ય ધર્મની સાથે વૈરાગ્ય પણ આવશ્યક છે. હવે આગળ અમે વૈરાગ્યનું સ્વરૂપ સમજાવ્યું છે.
પ્રશ્ન : વૈરાગ્ય એટલે શું?
ઉત્તર : વૈરાગ્ય એટલે સંસારથી દષ્ટિ હટી જવી, સંસાર અસાર લાગવો. વૈરાગ્ય બે પ્રકારનો હોય છે – એક દુ:ખગર્ભિત અને બીજે જ્ઞાનગર્ભિત.
દુ:ખગર્ભિત વૈરાગ્ય સાંસારિક દુઃખોથી ત્રાસી જઈને, બીમારીને કારણે, કોઈ આધિ-વ્યાધિ કે ઉપાધિને કારણે, કોઈની સાથે મોહભંગ કે પ્રેમભંગના કારણે અથવા સ્વજનના મરણ પ્રસંગે આવે. આ વૈરાગ્ય નકારાત્મક હોય છે. આની પાછળ સંસારમાંથી માનેલું સુખ ન મળવું એ કારણ હોય છે. આવા દુ:ખગર્ભિત વૈરાગ્યથી પ્રેરિત થઈને જે ધર્મ કરે છે, તેઓને ઘણું કરીને સાંસારિક સુખની પ્રાપ્તિનો જ આશય હોય છે. તેથી તેઓ ધર્મનું ઉત્તમ ફળ એવું સમ્યગ્દર્શન અને મોક્ષથી વંચિત જ રહીને એકેન્દ્રિયમાં ચાલ્યા જાય છે, જેમાં તેઓ અનંત કાળ સુધી રહી શકે છે. અને ભગવાને એકેન્દ્રિયમાંથી નીકળવું એ ચિંતામણિરત્નની પ્રાપ્તિથી પણ અધિક દુર્લભ કહ્યું છે. પરંતુ જો આ દુઃખગર્ભિત વૈરાગ્ય કાળાંતરમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં ફેરવાઈ જાય તો તેવા દુઃખગર્ભિત વૈરાગ્યને પણ સારો કહી શકાય છે.
જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સંસાર અને સાંસારિક સુખોના સત્ય સ્વરૂપને સમજવાના કારણે આવે છે, તેને નિર્વેદ પણ કહેવાય છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં એકમાત્ર લક્ષ્ય આત્મપ્રાપ્તિનું જ હોય છે, તેને સંવેગ પણ કહેવાય છે. તેથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ મોક્ષમાર્ગ માટે કાર્યકારી છે, ઉચિત છે, સરાહનીય છે. તાત્પર્ય એ છે કે તમામ મુમુક્ષુ જીવોએ આ જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પ્રાપ્તિ અર્થે જ પુરુષાર્થ કરવો યોગ્ય છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૧૦૧
રાગના પણ બે પ્રકાર છે – એક અપ્રશસ્ત રાગ અને બીજો પ્રશસ્ત રાગ. પરંતુ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા જીવના અભિપ્રાયમાં પ્રાયઃ બન્નેનો અભાવ હોય છે કારણ કે તેમનું એક માત્રલક્ષ્ય આત્મપ્રાપ્તિનું જ હોય છે. પરંતુ વ્યવહારમાં તેઓ બહુતાશ ધર્મક્રિયાઓ કરતા હોય છે, કેમ કે તેઓ નથી ઈચ્છતા કે તેમને જોઈને બીજા બાળજીવો ક્રિયારહિત થઈ જાય.
અપ્રશસ્ત રાગ એટલે પાંચ ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે આકર્ષણ. જેમ કે મનપસંદ સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રોત ઇન્દ્રિયોના વિષયોમાં જ મન લાગેલું રહેવું અને તેમાંથી જે પણ વિષય પ્રાપ્ત થાય તેમાં ડૂબેલું રહેવું, આ જ અભિપ્રાય રહે છે. આપણે સંસારમાં અનેક જીવોને વિજાતીયની (સ્પર્શની) પાછળ બરબાદ થતાં જોઈ શકીએ છીએ. ઘણાં જીવોને ખાવાની (રસની) પાછળ બરબાદ થતાં જોઈ શકીએ છીએ, જેમ કે અભક્ષ્ય ખાઈને મરતા અથવા બીમાર થતાં જોઈ શકીએ છીએ. અનેક જીવોને જે વસ્તુ ખાવાપીવાની મનાઈ હોય છે, તેઓ તે જ વસ્તુ લોલુપતાથી ખાઈ-પીને બીમાર પડતા અથવા ક્યારેક મરણને પ્રાપ્ત થતાં પણ દેખાય છે. ઘણાં જીવો સુગંધની પાછળ પોતાનું પૂર્ણ જીવન વીતાવતાં જણાય છે. ઘણાં જીવો પ્રકાશની પાછળ પોતાનું પૂર્ણ જીવન વીતાવતાં અથવા દીવાથી આકર્ષિત થઈને એમાં જ પોતાને સમર્પિત કરતાં દેખાય છે. ઘણાં જીવો ગીત-સંગીત પાછળ પોતાનું પૂર્ણ જીવન વેડફતાં દેખાય છે, આવા જીવો ધર્મના નામે પણ પોતાની ઇન્દ્રિયોના વિષયો પ્રત્યેનું આકર્ષણ; ભાવના અને ભક્તિના નામે ગીત-સંગીતમાં ડૂબેલા રહીને પોષે છે અને આવી રીતે પોતાનું જીવન વેડફતાં જણાય છે. અનાદિથી જીવ મુખ્યત્વે વિજાતીયના આકર્ષણમાં અને વિષયકષાયોમાં ફ્સાવવાના કારણે જ સંસારમાં રખડે છે.
પ્રશસ્ત રાગ દેવ-ગુરુ-શાસ્ત્ર-ધર્મ પ્રત્યે હોય છે. પરંતુ તેને પ્રશસ્ત ત્યારે જ કહેવાય જ્યારે તે એક માત્ર આત્મપ્રાપ્તિના લક્ષ્યમાં પરિવર્તિત થાય, અન્યથા તે પણ ભવિષ્યમાં અપ્રશસ્તરૂપે જ પરિવર્તન પામે
અપ્રશસ્ત અને પ્રશસ્ત - આ બન્ને પ્રકારના રાગ પ્રત્યે ઉદાસીનતાને વૈરાગ્ય કહેવાય છે. તેમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સમ્યગ્દર્શન અને મોક્ષ માટે ઉત્તમ અને કાર્યકારી છે. અર્થાત્ જ્યાં સુધી બાહ્ય ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે રાગ છે, ત્યાં સુધી તે જીવ બહિરાત્મા છે. ત્યાં સુધી તે જીવની દષ્ટિ અંતરમાં આત્મપ્રાપ્તિ માટે પ્રયાસરત જ નહીં થાય. તેથી જ્ઞાનગર્ભિત વૈરાગ્યને જ્ઞાનનો જનક કહેલ છે.
વૈરાગ્યને માપવાનો માપદંડ (થરમોમીટર) છે. પ્રશ્ન : મને શું ગમે છે ? ઉત્તર : જ્યાં સુધી સાંસારિક વસ્તુ કે સંબંધ કે ઈચ્છા કે આકાંક્ષા છે, ત્યાં સુધી પોતાની ગતિ સંસાર તરફની સમજવી. અને તેની નિવૃત્તિ અર્થે આ ઈચ્છા વગેરેનું કારણ અને તેના મૂળ સુધી જઈને, ઈચ્છાઓનું નીચે મુજબની બાર ભાવના-અનુપ્રેક્ષાના ચિંતવનથી સમન કરવું આવશ્યક છે. અર્થાત્ તે સાંસારિક વસ્તુ કે સંબંધ કે ઈચ્છા કે આકાંક્ષા કે અપેક્ષાની પાછળનું કારણ શોધીને તે કારણના મૂળ સુધી જવું આવશ્યક છે, પછી એ કારણ
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૦૨
સમ્યગ્દર્શનની રીત
અને તેના મૂળનું વિશ્લેષણ નિમ્ન બાર ભાવના/અનુપ્રેક્ષા અનુસાર કરીને તે કારણ અને મૂળનો નાશ કરવો આવશ્યક છે. તેનાથી આ સાંસારિક વસ્તુ કે સંબંધ કે ઇચ્છા કે આકાંક્ષા કે અપેક્ષાને નષ્ટ કરવી શક્ય બને છે, કેમ કે તેને દબાવવાની નથી પરંતુ મૂળમાંથી નષ્ટ કરવાની છે. આ પ્રમાણે પ્રત્યેક સાંસારિક વસ્તુ કે સંબંધ કે ઈચ્છા કે આકાંક્ષા કે અપેક્ષાના માટે કરવું આવશ્યક છે. તેને જ ખરા અર્થમાં સાધના કહેવાય છે, નહીં કે સાંપ્રદાયિક ક્રિયાઓને, અને તે જ સાધનાથી જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પ્રાપ્તિ સંભવ થઈ શકે છે કે જેનાથી સમ્યગ્દર્શન યોગ્ય ભૂમિકા પ્રાપ્ત થાય છે અર્થાત્ આધ્યાત્મિક યોગ્યતા પ્રાપ્ત થાય છે.
મોક્ષપાહુડમાં પણ કહ્યું છે કે, ગાથા ૬૬ : અન્વયાર્થ :- “જ્યાં સુધી મનુષ્ય ઈન્દ્રિયોના વિષયોમાં મન જોડી રાખે છે (અર્થાત્ મનમાં ઇન્દ્રિયોના વિષયોમાં આદરભાવ વર્તે છે), ત્યાં સુધી આત્માને નથી જાણતો (કારણ કે એનું લક્ષ્ય વિષય છે, આત્મા નહીં, આના માટે જ અમે ઉપર કહ્યું છે કે મને શું ગમે છે?' તે મુમુક્ષુ જીવે જોતા રહેવું જોઈએ અને તેનાથી પોતાની યોગ્યતા ચકાસતા રહેવી જોઈએ અને જે યોગ્યતા ન હોય તો તેનો પુરુષાર્થ કરવો આવશ્યક છે.) તેથી વિષયોથી વિરક્ત યોગી-ધ્યાની-મુનિ જ આત્માને જાણે છે.” આ ગાથામાં આત્મપ્રાપ્તિ માટેની યોગ્યતા બતાવી છે.
જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પ્રાપ્તિ માટે આ જગતની વ્યવસ્થાને યથાતથ્ય (જેમ છે તેમ) સમજીને સંસારમાં સર્વ જીવોને પૂર્વમાં કહ્યું તેમ મૈત્રી આદિ ચાર ભાવોમાં જ વર્ગીકૃત કરવા, બીજી રીતે નહીં. અને સંસારના દરેક પ્રસંગમાં બાર ભાવનાનું યથાયોગ્ય ચિંતન કરવું જોઈએ, અને સંસારના દરેક પ્રસંગનું તે જ પરિપ્રેક્ષ્યમાં વિશ્લેષણ કરવું આવશ્યક છે. હવે આગળ અમે બાર ભાવનાઓનું સ્વરૂપ સંક્ષિપ્તમાં સમજાવીએ છીએ.
અનિત્ય ભાવના- સર્વે સંયોગો અનિત્ય છે, ગમતા અથવા અણગમતા એવા તે કોઈ જ સંયોગ મારી સાથે નિત્ય રહેવાવાળાં નથી, તેથી તેનો મોહ અથવા દુ:ખનો ત્યાગ કરવો – તેમાં હુંપણું અને મારાપણું ત્યાગવું. આવું આપણે વાંચ્યું-સાંભળ્યું હોવા છતાં આ વાતનો વિશ્વાસ ન હોવાથી આપણે સૌ અનાદિથી તે અનિત્યો પાછળ ભાગી રહ્યા છીએ. તે જ કારણે આપણે સહુ અનાદિથી આજ સુધી સંસારમાં રખડી રહ્યાં છીએ. જેમ કે ધન, સંપત્તિ, પત્ની, પુત્ર, પરિવાર વગેરે માટે આપણે, આપણા અનંત જીવન પૂર્ણરૂપથી ન્યોછાવર કરી દીધેલ છે. હવે આ જીવનમાં મારે આ સૌનો મોહ જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પ્રાપ્તિ કરીને છોડવું છે, અને માત્ર મારા કર્તવ્યનું યંત્રવત્ નિર્વહન કરીને બાકીના સર્વ સંસાધન (સમય, ધન-સંપત્તિ, બુદ્ધિમત્તા, ચાતુર્ય વગેરે) એકમાત્ર આત્મપ્રાપ્તિમાં જ લગાવવા યોગ્ય છે, કેમ કે એક માત્ર આત્મા જ નિત્ય છે અને અનંત અવ્યાબાધ સુખની ખાણ છે. આ ભાવને જીવનમાં દરેક સમયે જીવંત રાખવાનો છે, તેનાથી આપણા સંસારનો અંત થઈ શકે છે અન્યથા નહીં.
આપણે આપણા જીવનકાળમાં કેટલાય જીવોને મૃત્યુથી નાશ પામતાં જોઈએ છીએ, કેટલાય
Page #108
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૧૦૩
શરીરોને રોગગ્રસ્ત થતાં જોઈએ છીએ, કેટલાય પરિવારોને વિખેરાતાં જોઈએ છીએ, કેટલાય ધનવાનોને રંક થતાં પણ જોઈએ છીએ; છતાં આપણે એવી રીતે જીવીએ છીએ કે જાણે આપણે મરવાના જ નથી અને આપણે પોતાને રૂપથી, ધન-વૈભવથી, પરિવારથી મોટા માનીને માનકષાય પોષતા રહીએ છીએ. આપણને ખબર નથી કે આપણું આયુષ્ય ક્યારે પૂરું થઈ જશે, આપણને ખબર નથી કે આપણને બીમારી ક્યારે આવી જશે, આપણને ખબર નથી કે આપણું રૂપ ક્યારે સમાપ્ત થઇ જશે. એ પણ ખબર નથી કે ક્યારે કોઈ આપણું હાડકું તૂટી જશે, એ પણ ખબર નથી કે આપણો ક્યારે અકસ્માત થઈ જશે, એ પણ ખબર નથી કે આપણા પરિવારનો પ્રેમ ક્યારે દુશ્મનાવટમાં ફેરવાઈ જશે, એ પણ ખબર નથી કે ક્યારે ખુશી દુઃખમાં પલટાઈ જશે; છતાં પણ આ બધી વસ્તુઓ ઉપર અહંકાર-ગુમાન કરીને આપણે આપણું પરમ અહિત કરીએ છીએ. અધિકતમ જીવો યૌવન અવસ્થાને વિષય અને કષાયોની પાછળ બરબાદ કરતાં જણાય છે, પ્રૌઢાવસ્થા સાંસારિક કાર્યોમાં પોતાની કુશળતા પ્રમાણિત (સાબિત) કરવામાં ખર્ચતા જણાય છે, ઘણાં લોકો પોતાની પ્રૌઢાવસ્થા સમાજમાં નામ કરવા પાછળ ગુમાવતાં જણાય છે; આ રીતે અનેક જીવો અનંતકાળ પછી મળેલો ધર્મ પ્રાપ્ત કરવાનો અવસર ગુમાવતા જણાય છે, અને આ બધા પાછળ ભાગતા ભાગતા બુઢાપો ક્યારે આપણા બારણે દસ્તક દેતો આવી જશે તે પણ તેઓને ખબર નહીં પડે. બુઢાપામાં પણ આવા જીવો આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરતા જણાય છે, કારણ કે બુઢાપામાં પણ માત્ર શરીર જ વૃદ્ધ થયું છે; મન તો સદા જવાન જ રહે છે અર્થાત્ મન બુઢાપામાં પણ વિષય-કષાયો પાછળ જ ભાગતું રહે છે. બુઢાપામાં પણ તમામ ઇચ્છાઓ જીવિત રહે છે – જેમની તેમ જ રહે છે, મનમાંથી કામભાવ હટતો નથી. આવી રીતે આપણે અનાદિથી આ સંસારમાં રખડીએ છીએ, હવે ક્યાં સુધી રખડવું છે ? સંસારમાં ક્યાંય પણ શાશ્વત સુખ નથી. આપણે અનંતી વાર દેવલોકના સુખ ભોગવીને આવ્યા છીએ, પરંતુ તે પણ એક દિવસ પૂરા થઇ જાય છે અને કેટલાય જીવો એ સુખોમાંથી, અનંતી વાર સીધા એકેન્દ્રિયમાં પણ જતાં રહે છે; જ્યાં દુ:ખ જ દુઃખ છે. અનેક વાર રાજા પણ બીજી જ ક્ષણે એકેન્દ્રિયમાં પણ ચાલ્યા જાય છે અને આમ પણ દરેક સાંસારિક સુખોનો અંત નિશ્ચિત જ છે, તો પછી એવા સુખ પાછળ પાગલ બનવું – મમત્વ કરવું ક્યાંની સમજદારી છે ? આ બધું ભાવભાસન ન હોવાના કારણે જ અનાદિથી એવા જીવો સંસારમાં રખડે છે.
તેથી એ નક્કી થાય છે કે આ પૂર્ણ જીવન એકમાત્ર આત્મપ્રાપ્તિની પાછળ ખર્ચ કરવા યોગ્ય છે, અર્થાત્ ત્વરાએ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને થોડા સમયમાં જ અમર બની જવું છે – સિદ્ધત્વ પામી જવું છે. એમ પણ ઉપર કહેલા સુખ (સુખાભાસ) પણ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે, માત્ર પુરુષાર્થથી નહીં. તેથી જો આપના પુણ્ય પ્રચુર હશે તો અલ્પ પુરુષાર્થથી પણ તે પોતાની મેળે જ પ્રાપ્ત થવાનું છે, તો પછી એની પાછળ ભાગવાની શું જરૂર છે ? તદ્ન જરૂર નથી અર્થાત્ આત્મપ્રાપ્તિ અર્થે કરેલા પુરુષાર્થથી, ન માગવા છતાં પણ જ્યાં સુધી મોક્ષ નથી મળતો ત્યાં સુધી સાંસારિક સુખ મફતમાં મળતા રહે છે. તેથી વધુમાં વધુ
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૪
સમ્યગ્દર્શનની રીત
સમય આત્મકલ્યાણ માટે જ લગાવવો યોગ્ય છે અને ઓછામાં ઓછો સમય અર્થોપાર્જન આદિમાં લગાવવો યોગ્ય છે. આ રીતે દરેક સંસારી જીવે અનિત્યને છોડીને નિત્ય એવા શુદ્ધાત્માને અને પરંપરાએ મોક્ષને પામવાનો છે, તે જ આ ભાવનાનું ફળ છે.
અશરણ ભાવના - મારા પાપોના ઉદય વેળાં મને માતા-પિતા, પત્ની-પુત્ર, પૈસો વગેરે કોઈ જ શરણરૂપ થઈ શકે તેમ નથી. તેઓ મારું દુઃખ લઈ શકે તેમ નથી, તેથી તેઓનો મોહ ત્યાગવો – તેઓમાં મારાપણું ત્યાગવું પરંતુ ફરજ પૂરેપૂરી બજાવવી. જ્યારે કોઈ પણ જીવનો મરણનો સમય હોય છે અર્થાત્ એનું આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે એ જીવને ઇન્દ્ર, નરેન્દ્ર, સુરેન્દ્ર વગેરે કોઈ પણ બચાવવા સમર્થ નથી હોતા અર્થાત્ ત્યારે તે જીવને માટે, મૃત્યુથી બચવા જગતમાં કોઈ શરણ નથી રહેતું. અર્થાત્ આ જગતમાં મૃત્યુ સન્મુખ જીવ અશરણ છે, નિકાચિત કર્મ સન્મુખ જીવ પણ અશરણ છે. પોતાને પરાક્રમી, શક્તિવાન, ધનવાન, ઐશ્વર્યવાન, ગુણવાન વગેરે સમજવાવાળાને/માનવાવાળાને પણ અહેસાસ થઈ જાય છે કે મરણ સમયે આમાંથી કાંઈ જ શરણરૂપ થતું નથી. ડૉક્ટર, વૈદ્ય, વિદ્યા, મંત્ર, દવા વગેરે પણ મૃત્યુ સન્મુખ જીવને અશરણ જ છે. જો કોઈ સાધના કરીને, લૌકિક સિદ્ધિ પામીને એમ સમજે કે અમે તો લાંબું આયુષ્ય પણ પ્રાપ્ત કરી લીધું છે પરંતુ પોતાના આયુષ્યની સમાપ્તિ થવા પર, એક દિવસ તેમને પણ મરવાનું જ છે અર્થાત્ લૌકિક સિદ્ધિ પણ શરણભૂત નથી બની શકતી. જ્યારે સિંહ હરણનો શિકાર કરે છે ત્યારે તેની સાથે બીજા અનેક હરણો હોવા છતાં, તેને કોઈ બચાવી શકતું નથી અર્થાત્ ત્યારે તેને કોઈ શરણરૂપ નથી હોતું; એવી જ રીતે સંસારમાં જ્યારે કોઈ જીવ મૃત્યુને પ્રાપ્ત કરે છે, ત્યારે તેને કોઈ શરણરૂપ નથી હોતું. સ્વયં ઇન્દ્ર, નરેન્દ્ર પણ મરણની સન્મુખ હોય ત્યારે તેમને પણ કોઈ શરણરૂપ નથી થતું અર્થાત્ તેઓ પણ અશરણ જ છે.
આ જગતમાં ચાર શરણ ઉત્કૃષ્ટ છે :- (૧) અરિહંત ભગવાન (૨) સિદ્ધ ભગવાન (૩) સાધુ ભગવંત અને (૪) સત્ય ધર્મ. આ ચારેય શરણો મને, મારા શુદ્ધાત્માનું શરણું લેવાની જ પ્રેરણા આપે છે. પંચપરમેષ્ઠી ભગવંત, એમણે આપેલો ધર્મ અને શુદ્ધાત્મા જ સર્વ જીવોને શરણરૂપ છે અર્થાત્ મૃત્યુને સુધારી શકે છે અને અજન્મા પણ બનાવી શકે છે, બીજું કોઈ પણ શરણ નથી; અર્થાત્ આપણને વૃદ્ધાવસ્થામાં કોણ શરણરૂપ થશે, એની પણ ચિંતા કરવાની આવશ્યકતા નથી, કેમ કે ત્યારે આપણા પાપ અને પુણ્યને અનુસાર આપોઆપ વ્યવસ્થા થઈ જશે. આ જ આ ભાવનાનું ફળ છે.
વ્યવહારથી ઉપરોક્ત ચાર શરણભૂત અને નિશ્ચયથી એકમાત્ર શુદ્ધાત્મા જ શરણભૂત છે.
વ્યવહારથી જ્ઞાની ઉપરોક્ત ચાર શરણનો આદર અને એમને નમસ્કાર પણ કરે છે, જેનાથી તેઓ એકમાત્ર પ્રેરણા એ જ લે છે કે મને મારો આત્મા જ શરણરૂપ છે. અર્થાત્ મારે એમાં જ સ્થિર થવાનું છે અને સંસારથી મુક્તિ પામવાની છે, પરંતુ અજ્ઞાનીને આત્માનુભૂતિ ન હોવાથી તેને સમ્યક નિશ્ચય નથી હોતો તેથી તેને વ્યવહારથી ઉપરોક્ત ચાર જ શરણભૂત છે. માટે જ્યાં સુધી આત્મપ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી
Page #110
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૧૦૫
એકમાત્ર આત્મપ્રાપ્તિના લક્ષ્યથી ઉપરોક્ત ચાર શરણ ગ્રહણ કરવાના છે અને પછી એકમાત્ર શુદ્ધાત્મામાં સ્થિર થવાનો જ પુરુષાર્થ કરવાનો છે, આ જ આ ભાવનાનું ફળ છે.
સંસાર ભાવના - સંસાર એટલે સંસરણ-રખડપટ્ટી અને તેમાં એક સમયનાં સુખની સામે અનંતકાળનું દુઃખ મળે છે; તો એવો સંસાર કોને ગમે? અર્થાત્ ન જ ગમે, અને તે માટે એકમાત્ર લક્ષ સંસારથી છૂટવાનું જ રહેવું જોઈએ. સંસાર વધવાનાં અનેક કારણો છે, તેમાં એકમાત્ર મોટું કારણ મિથ્યાત્વ છે કે જેની હાજરીને કારણે સંસારનો ક્યારેય અંત થઈ શકતો નથી. આ મિથ્યાત્વને ટકવામાં મદદ કરવાવાળાં અનેક કારણો છે; જેમ કે ક્રોધ, માન, માયા, લોભ, પાંચ ઈન્દ્રિયોના વિષયો વગેરે. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી જીવનો મહત્તમ સમય નિગોદમાં જ વીતે છે, કેમ કે નિગોદથી નીકળીને જીવ ઉત્કૃષ્ટ (વધુમાં વધુ) ૨૦૦૦ સાગરોપમ માટે જ બહાર (ત્રસપર્યાયમાં) રહે છે, પછી આપોઆપ (Automatically – By Default) નિગોદમાં પાછો ચાલ્યો જાય છે કે જયાં તે અનાદિકાળથી રહેતો હતો અને ભવિષ્યમાં પણ અનંતકાળ ત્યાં રહી શકે છે કે જ્યાં (નિગોદમાં) દુઃખ સિવાય કાંઈ નથી હોતું. અર્થાત્ તે જીવ અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન કાળ સુધી એકેન્દ્રિયમાં રહી શકે છે કે જ્યાં દુઃખ સિવાય કાંઈ નથી હોતું.
સંસારમાં લોભથી તૃષ્ણાજન્ય દુઃખ જન્મે છે અને લાભથી તે તૃષ્ણાજન્ય દુઃખ અને લોભ વધતા જાય છે. તે લાભ માટે અનુકૂળ જીવો પ્રત્યે રાગ થાય છે અને પ્રતિકૂળ જીવો પ્રત્યે દ્વેષ થાય છે, સાથે જ લાભ વધારવા માટે માયાનો પણ સહારો લે છે. અધિક લાભ મળતાં માન પેદા થાય છે. આવી રીતે જીવ અનંતાનુબંધી કષાયોથી બચી નથી શકતો કે જેનાથી સંસારનું ચાલક બળ એવો મોહ વધુ પ્રગાઢ બને છે અર્થાત્ મિથ્યાત્વ વધુ પ્રગાઢ બને છે. આ રીતથી પૂર્વેના કર્મોના ફળસ્વરૂપ સંયોગોમાં રતિ-અરતિ કરતો રહે છે, અર્થાત્ જીવો ઉદયભાવનો પ્રતિકાર કરીને અથવા તે ભાવમાં રાચી–માચીને નવાં કર્મો બાંધે છે. આ સંસારની વિચિત્રતા એવી છે કે મને જેનું મોટું પણ જોવાનું પસંદ નથી, તે જ જીવ અન્ય ભવોમાં મને પત્ની, પુત્ર, પરિવાર વગેરે રૂપથી પ્રાપ્ત થાય છે કે જેઓને મારે આખી જિંદગી નભાવવા પડે છે અને આ રીતે મારી જિંદગી નર્ક જેવી બની જાય છે. તેથી આપણે વર્તમાન ભવમાં જ સર્વ જીવો સાથે મૈત્રીભાવ કરી લેવો આવશ્યક છે. આવી જ રીતે જીવ ઈન્દ્રિયોના સુખ પાછળ પાગલ બનીને અનંત દુઃખ સહન કરતો આવ્યો છે; કારણ કે ઇન્દ્રિય સુખ, ક્યારેય પૂરી ન થાય તેવી ઇન્દ્રિયોની તૃષ્ણાને જન્મ આપે છે અને તે ઈન્દ્રિયોના વિષયોની તૃષ્ણારૂપ પીડા જીવને ક્યારેય સમાપ્ત ન થવાવાળું તૃષ્ણારૂપ પીડા અને શારીરિક દુઃખ આપે છે. અનાદિથી આવા વિષચક્રમાં ફસાયેલો છવો સંસારમાં રખડે છે. આ વિષચક્રથી બચવું મુશ્કેલ જરૂર છે, પરંતુ અસંભવ નથી. દરેક જીવે પોતાના પરિવારના દરેક સદસ્ય સાથે અનાદિથી તમામ પ્રકારના સંબંધો અનેક વખત કર્યા છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૬
સમ્યગ્દર્શનની રીત
સંસારનો જન્મ વિકલ્પરૂપે પહેલા મનમાં થાય છે અને પછી તેને મૂર્તરૂપ પ્રાપ્ત થાય છે, તેથી સંસારનો અંત ઇચ્છતા જીવે સૌપ્રથમ મનમાંથી વિકલ્પરૂપ સંસારનો નાશ કરવો જોઈએ. તે માટે પૂર્વે જણાવ્યા અનુસાર પોતે પોતાને પ્રશ્ન કરવો જોઈએ કે મને શું ગમે છે ? અને ઉત્તરમાં જો સાંસારિક ઇચ્છા કે આકાંક્ષા હોય, તો તેનું બાર ભાવનાઓથી સમન કરવું જોઈએ; આ જ રીત છે સંસારના અભાવની (નાશની).
ન
એવા સંસારમાં રહેવું કોને પસંદ હશે કે જ્યાં એક સમયના સુખની (સુખાભાસની) સામે અનંત કાળ નિગોદનું દુઃખ સહન કરવુ પડે ? અર્થાત્ કોઈને પણ આ વાત ન ગમે, પરંતુ આ વાતનું યથાર્થ ભાવભાસન ન હોવાથી જ જીવ અનાદિથી આ જ રીતે અનંતાનંત દુ:ખ સહન કરતો આવ્યો છે, અને જો અત્યારે પણ સમજમાં નહીં આવે તો આ જ રીતે અનંતાનંત કાળ સુધી અનંતાનંત દુઃખ સહન કરતા રહેવું પડશે. આ વિચારીને પોતા ઉપર અને સર્વ જીવો પ્રતિ અનંતાનંત કરુણા આવવી જોઈએ. આ રીતે પોતાના ઉપર કરુણા કરીને અર્થાત્ સ્વદયા કરીને ત્વરાએ પોતાનું આત્મકલ્યાણ કરી લેવું જોઈએ, તે જ આ ભાવનાનું ફળ છે.
એકત્વ ભાવના - અનાદિથી હું એકલો જ રખડું છું, એકલો જ દુઃખ ભોગવું છું; મરણ સમયે મારી સાથે કોઈ જ આવવાનું નથી, મારું કહેવાતું એવું શરીર પણ નહિ, તો મારે શક્ય હોય તેટલું પોતામાં જ (આત્મામાં જ) રહેવાનો પ્રયત્ન કરવો.
આપણે એક માત્ર શુદ્ધાત્મામાં જ એકત્વ કરવાનું છે, તે જ વાત સમયસારમાં કરી છે. સમયસાર ગાથા ૩ : અન્વયાર્થ :- ‘“એકત્વનિશ્ચયને પ્રાપ્ત જે સમય છે (અર્થાત્ જેણે શુદ્ધાત્મામાં ‘હુંપણું’ કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે એવો આત્મા) આ લોકમાં સુંદર છે (અર્થાત્ એવો જીવ ભલે સ્વર્ગમાં હોય કે નર્કમાં હોય, અર્થાત્ દુ:ખમાં હોય કે સુખમાં હોય, પરંતુ તે સુંદર અર્થાત્ સ્વમાં સ્થિત છે). તેથી એકત્વમાં બીજાના સાથે બંધની કથા (અર્થાત્ બંધરૂપ વિભાવોમાં ‘હુંપણું’ કરતા જે મિથ્યાત્વનો ઉદય થાય છે તેથી) વિસંવાદ – વિરોધ કરનારી (અર્થાત્ સંસારમાં અનંત દુઃખરૂપ ફળને આપવાવાળી) છે.’’ અને બીજું, જો આત્મદ્રવ્ય અન્ય કર્મ-નોકર્મરૂપ પુદ્ગલ દ્રવ્યની સાથે બંધાઈને રહે છે, તેમાં વિસંવાદ છે અર્થાત્ દુઃખ છે. જ્યારે તે જ આત્મદ્રવ્ય તે પુદ્ગલદ્રવ્યની સાથેના સંબંધથી મુક્ત થાય છે, ત્યારે તે સુંદર છે અર્થાત્ અવ્યાબાધ સુખી છે.
આગળ સમયસાર ગાથા ૭ માં કહ્યું છે કે, અન્વયાર્થ :-‘‘જ્ઞાનીને ચારિત્ર, દર્શન, જ્ઞાન – એ ત્રણ ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે (અર્થાત્ જ્ઞાનીને એકમાત્ર અભેદભાવરૂપ ‘શુદ્ધાત્મામાં’જ ‘હુંપણું’ હોવાથી જે પણ વિશેષ ભાવ છે અને જે પણ ભેદરૂપ ભાવ છે, તે વ્યવહાર કહેવાય છે); નિશ્ચયથી જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી, અને દર્શન પણ નથી (અર્થાત્ નિશ્ચયથી કોઈ ભેદ શુદ્ધાત્મામાં નથી, તે એક
Page #112
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૧૦૭
અભેદ સામાન્ય ભાવરૂપ હોવાથી તેમાં ભેદરૂપ ભાવ અને વિશેષ ભાવ, આ બંને ભાવ નથી). જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે.” અર્થાત્ શુદ્ધ નિશ્ચયનો વિષય માત્ર અભેદ એવો શુદ્ધાત્મા જ છે, તે જ એકત્વ ભાવના છે.
ગાથા ૭ : ટીકા :- “કેમ કે અનંત ધર્મોવાળા એક ધર્મમાં (અર્થાત્ ભેદથી સમજીને અભેદરૂપ અનુભૂતિમાં) જે નિષ્ણાત નથી તેવા નિકટવર્તી શિષ્યજનને, ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે (અર્થાત્ ભેદો દ્વારા), ઉપદેશ કરતા આચાર્ય – જો કે ધર્મ અને ધર્મનો સ્વભાવથી અભેદ છે તો પણ નામથી ભેદ ઉપજાવીને (અભેદ દ્રવ્યમાં દ્રવ્ય-ગુણ-પર્યાય એવા ભેદ ઉત્પન્ન કરીને) વ્યવહારમાત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે; પરંતુ પરમાર્થથી (અર્થાત્ હકીકતમાં) જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે......(અર્થાત્ જે દ્રવ્ય ત્રણે કાળે તે તે પર્યાયરૂપે પરિણમતું હોવા છતાં પોતાનું દ્રવ્યપણું નથી છોડ્યું - જેમ કે માટી પિંડ-ઘડારૂપે પરિણમવા છતાં માટીપણું નથી છોડતી અને પ્રત્યેક પર્યાયમાં તે માટીપણું વ્યાપ્ય-વ્યાપક સંબંધથી છે, તેથી પર્યાયો અનંત હોવા છતાં પણ દ્રવ્ય તો એક જ છે). એક શુદ્ધ શાયક જ છે.” આવી એકત્વ ભાવના હોવા છતાં અનેક લોકો દ્રવ્ય-પર્યાયને અલગ કરવાના ચક્કરમાં ફ્લાઈને અનંત કાળ માટે સંસારમાં રખડવાનો માર્ગ જ પ્રશસ્ત કરે છે; આ વાત તેઓને સમજમાં નથી આવતી, તે જ અમારા માટે સૌથી મોટો કરુણાનો વિષય
જ્યારે જીવ આ સંસારમાં પરિવાર, સંપ્રદાય કે સમાજવિશેષનો પક્ષ લઈને કાંઈક ખોટું કરે છે, ત્યારે તેનું ફળ તેણે એકલાએ જ ભોગવવું પડે છે. વસ્તુનો ધર્મ એક જ હોય છે, તે બદલાતો નથી. અર્થાત્ આત્માના કલ્યાણનો એક જ માર્ગ છે અને બીજું, આ જગતમાં સર્વ જીવો માટે નિયમ એકસરખા જ હોય છે. અલગ અલગ સંપ્રદાય આપણે બનાવ્યા છે, તે સમાજવ્યવસ્થા માટે તો ઠીક છે, પરંતુ તે મત-પંથસંપ્રદાયનો આગ્રહ મારા આત્માના કલ્યાણમાં બાધક ન જ બનવો જોઈએ.
આવી છે એકત્વ ભાવના, જેનો વિષય એકમાત્ર શુદ્ધાત્મા જ છે. પરંતુ સંસારી જીવોએ અનાદિથી શરીરાદિક પરભાવમાં જ એકત્વ કર્યું છે અને દુઃખોને આમંત્રણ આપ્યું છે. જ્યારે જીવ આ ભાવનાનો મર્મ સમજીને એકમાત્ર શુદ્ધાત્મામાં જ અર્થાત્ સ્વભાવમાં જ એકત્વ કરે છે, ત્યારે તે જીવનો સંસાર સીમિત થઈ જાય છે અર્થાત્ તે જીવનો મોક્ષ નજીકમાં જ હોય છે.
અન્યત્વ ભાવના - હું કોણ છું? તે ચિંતવવું અર્થાત્ પૂર્વે જણાવ્યા અનુસાર પુદ્ગલ અને પુદ્ગલ (કર્મ) આશ્રિત ભાવોથી પોતાને જુદો ભાવવો અને તેમાં જ હુંપણું કરવું, તેનો જ અનુભવ કરવો, તેને જ સમ્યગ્દર્શન કહેવાય છે. તે જ આ જીવનનું એકમાત્ર લક્ષ અને કર્તવ્ય હોવું જોઈએ.
અનાદિથી કર્મના સંયોગવશ પરમાં જ હુંપણું અને મારાપણું માનીને જીવ દુઃખ ભોગવતો
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૮
સમ્યગ્દર્શનની રીત
આવ્યો છે. જેવી રીતે શરીર, ધન, પત્ની, પુત્ર, પરિવાર વગેરેમાં અનાદિથી હું જ “હુંપણું અને મારાપણું માનીને દુઃખ ભોગવતો આવ્યો છું. હવે ક્યાં સુધી આવાં દુઃખો ભોગવતાં રહેવું છે ? અર્થાત્ ક્યાં સુધી પરમાં જ “હુંપણું’ અને ‘મારાપણું' માનવાનું ચાલુ રાખીને દુ:ખી થવું છે ? પત્ની, પુત્ર, પરિવાર વગેરે મારા માટે અન્ય છે. સર્વ જીવ સ્વતંત્ર છે તેથી તેમની સ્વતંત્રતાનો આદર કરીને મારે, મારો કોઈ પણ નિર્ણય, આગ્રહ, હઠાગ્રહ, દુરાગ્રહ, કદાગ્રહ વગેરે બીજા પર ઠોકી બેસાડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. આપણે બીજાને પ્રેમથી સમજાવી શકીએ, પ્રેરણા આપી શકીએ, પરંતુ આદેશ નથી કરી શકતા. અર્થાત્ વ્યવહારિક કાર્ય માટે આપણે જે દાયિત્વ છે, તેનો નિર્વાહ (અમલ) કરવા માટે પણ કોઈ કઠોર નિર્ણય અથવા આદેશ આવશ્યક હોય ત્યારે પણ કોઈને અન્યાય ન થાય તેનો ખ્યાલ રાખીને જ આપણું દાયિત્વ નિભાવવું જોઈએ. અર્થાત્ તમામ જીવોની સ્વતંત્રતાના આદર સહિત સમાજ, દેશ કે ધર્મના માટે જે પણ નિયમ આવશ્યક હોય તે બનાવી શકાય છે. બીજાઓ પર પોતાનો કોઈ પણ નિર્ણય, આગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ, દુરાગ્રહ વગેરે ઠોકી બેસાડવું ન જોઈએ, નહીં તો આપણને પણ તેવું અનેક વાર ભોગવવું પડી શકે છે; આ જ કર્મનો પણ સિદ્ધાંત છે.
આવો મોહકર્મ, જે આત્માને પોતાના સ્વરૂપ-આસ્વાદનના ભાવને પણ જન્મ નથી લેવા દેતા, તેને દૂર કરવાનો એકમાત્ર માર્ગ આ ભાવનાને દઢ કરવાથી મળે છે. આ ભાવનાથી સર્વ સંયોગ ભાવને તપાસવા અને નક્કી કરવું કે હું કોણ છું ? અને મારું શું છે ?
શરીરને છોડીને બીજી સર્વ વસ્તુ પ્રગટમાં પણ આપણાથી જુદી દેખાય છે, પરંતુ અનાદિથી શરીરમાં જ હુંપણું માનીને રાખ્યું છે. આ જ છે સૌથી મોટી ભૂલ કે જેના કારણે જીવ અનાદિથી આ સંસારમાં રખડતો રહ્યો છે અને અનંત દુઃખ ભોગવી રહ્યો છે. જો આ ચક્કરથી છૂટકારો પામવો હોય તો આ ભાવના સિવાય બીજો કોઈ ઉપાય નથી. અર્થાત્ આ વિચારવું જોઈએ કે જ્યારે આત્મા આ શરીરને છોડીને જાય છે, ત્યારે શરીર અહીંયા જ રહી જાય છે કે જેને બાળી નાખવામાં આવે છે. જે શરીર જ હું” હોત તો તે પણ આત્મા સાથે જવું જોઈતું હતું અર્થાત્ એ નક્કી થાય કે શરીર ‘નથી. તેનાથી આગળ જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે જે સારા-ખરાબ ભાવ થાય છે, તેમાં હુંપણું થાય છે, શું તે સાચું
છે ?
તે સારા-ખરાબ ભાવ થાય તો મારામાં જ છે, પરંતુ મારું અસ્તિત્વ માત્ર એટલું જ નથી. જે મારું અસ્તિત્વ એટલું જ માનવામાં આવે તો તેના નાશની સાથે મારો પણ નાશ માનવાનો પ્રસંગ ઊભો થઈ જશે. પરંતુ હું અનાદિ-અનંત છું, અજર-અમર છું, તે વાતનો નિશ્ચય હોવાથી; એમ નક્કી થાય છે કે સારા-ખરાબ ભાવ થાય તો મારામાં જ છે, પરંતુ તે મારું સ્વરૂપ નથી. તે સારા-ખરાબ ભાવરૂપે હું જ પરિણમું છું, પરંતુ તે પરિણામ થોડાક સમય માટે જ ટકે છે, તે ત્રિકાળ આત્મામાં નથી ટક્તા. અર્થાત્ મારું
Page #114
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૧૦૯
તે સારા-ખરાબ ભાવ સાથે દર્પણ અને તેમાં ઝળકવાવાળા પ્રતિબિંબ જેવો સંબંધ છે, તેમાં તે ઝળકવાવાળા પ્રતિબિંબના નાશથી અરીસાનો નાશ નથી થતો. અર્થાત્ પોતાને સર્વ ભાવરહિત તે અરીસાની જેમ સ્વચ્છ/શુદ્ધ અનુભાવ કરવાનો છે, તે જ છે આ ભાવનાનું ફળ; જેનાથી આપણે આપણને દુઃખથી મુક્ત કરાવી શકીએ છીએ.
અશુચિ ભાવના - મને, મારાં શરીરને સુંદર બતાવવાનાં – શણગારવાના જે ભાવે છે અને વિજાતીયનાં શરીરનું આકર્ષણ છે કે જે શરીરની ચામડીને હટાવતાં જ માત્ર માંસ, લોહી, પરું, મળ, મૂત્ર વગેરે જ જણાય છે કે જે અશુચિરૂપ જ છે એવું ચિંતવી પોતાના શરીરનો અને વિજાતીયનાં શરીરનો મોહ ત્યજવો, તેમાં મૂંઝાવું (મોહિત થવું) નહિ.
જીવને અનાદિથી પોતાના અને વિજાતીયના શરીરનું આકર્ષણ છે અને તે જ કારણે જીવને અનાદિથી ચાર સંજ્ઞા પણ છે – તે આહાર, મૈથુન, પરિગ્રહ અને ભય. આની જ પાછળ ભાગીને જીવ અનંતાનંત વાર બર્બાદ થયો છે, અનંતાનંત દુઃખો ભોગવ્યાં છે અને અત્યારે પણ એની પાછળ ભાગવાના કારણે જ દુઃખી થઈ રહ્યો છે. જીવને શરીરના આકર્ષણથી મુક્ત કરાવવા અર્થે આ ભાવનાનું ચિંતન આવશ્યક છે.
આત્મા માટે સર્વ પદાર્થ અશુચિ જ છે, કેમ કે અનાદિથી પરમાં જ “હુંપણું અને મારાપણું માનીને જીવ દુઃખ ભોગવતો આવ્યો છે. અર્થાત્ આત્માને શુદ્ધાત્મા છોડીને સર્વ સંયોગી ભાવ અશુચિ જ છે, કારણ કે તે સર્વ ભાવ આત્માની મુક્તિ માટે બાધાકારક છે. તેથી એકમાત્ર શુદ્ધાત્મામાં જ હુંપણું કરવા જેવું છે, આ જ શૌચ ધર્મ છે; આ જ પરમ ધર્મ છે, આ જ સિદ્ધપદ પ્રાપ્તિનો ઉપાય છે અને આ જ અનંત દુઃખોથી છૂટકારો મેળવવાનો ઉપાય છે. આ જ અશુચિ ભાવનાનું ફળ છે.
આસવ ભાવના - પુણ્ય અને પાપ, એ બન્ને મારા (આત્મા) માટે આસ્રવ છે; તેથી વિવેકે કરી પ્રથમ પાપોનો ત્યાગ કરવો અને એકમાત્ર આત્મપ્રાપ્તિના લક્ષે શુભ ભાવમાં રહેવું કર્તવ્ય છે.
જીવ અનાદિથી મિથ્યાત્વયુક્ત રાગ-દ્વેષ કરીને કર્મોનો આસવ કરતો આવ્યો છે, પછી તે અનંત કાળ સુધી તે કર્મોના ચક્કરમાં ૮૪ લાખ યોનિયોમાં ભટકતો રહે છે અને અનંતાનંત દુઃખ ભોગવે છે. સૌથી મોટો આસવ મિથ્યાત્વ જ છે, તેથી ત્વરાએ તેને દૂર કરવાનો ઉપાય કરવો જોઈએ, કારણ કે એક વાર મિથ્યાત્વ જાય તો આત્માનો અનુભવ થાય છે અને પછી તે અતિન્દ્રિય સુખનો ફરી ફરી અનુભવ કરવાની લત આપમેળે જ લાગી જાય છે, જે અંતમાં આત્માની આસવ મુક્તિનું કારણ બને છે, તે જ આ ભાવનાનું ફળ છે.
વિષય અને કષાય પણ આસવના કારણે છે અને મિથ્યાત્વ કે જે આસવનું સૌથી મોટું કારણ છે તેને તે, વિષય અને કષાય, પુષ્ટ જ કરે છે. તેથી મુમુક્ષુ જીવે સદૈવ વિષય અને કષાયને મંદ કરવાનો
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૧૦
સમ્યગ્દર્શનની રીત
અને સમ્યગ્દર્શન માટે કહેવામાં આવેલ અન્ય યોગ્યતાઓ કરવાનો પણ પ્રયાસ કરવો જોઈએ. જ્યારે જીવે અનાદિથી એક એક ઇન્દ્રિયના વિષયોની પાછળ ભાગીને પણ અનંતી વાર પોતાના પ્રાણ ગુમાવ્યાં છે, તો પછી આ મનુષ્યભવમાં જો તે પાંચેય ઇન્દ્રિયોના વિષયોની પાછળ ભાગતો રહેશે તો તેના શું હાલ થશે ? તે પોતાના માટે અનંત દુઃખોને આમંત્રણ દેવાનું જ કામ કરી રહ્યો છે, કેમ કે એક એક કષાય પણ જીવને અનંત દુ:ખ દેવા સક્ષમ છે.
જીવના માટે પુણ્ય પણ આસ્રવ છે, પરંતુ જ્યારે કોઈ જીવ એકમાત્ર આત્મપ્રાપ્તિ અને આત્મસ્થિરતાના લક્ષે શુભ ભાવમાં રહે છે, ત્યારે તેને પુણ્યાનુબંધી પુણ્ય અને સાતિશય પુણ્યનો આસવ/ બંધ થાય છે. એવા પુણ્ય મોક્ષમાર્ગમાં બાધારૂપ નથી થતા ઊલટા સહાયક જ થાય છે. અર્થાત્ જ્યાં સુધી તે જીવનો મોક્ષ નથી થતો, ત્યાં સુધી આવા પુણ્યથી તે જીવને શાતારૂપ/અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે. સંસારી જીવોનો વિચાર કરતા આપણને જણાય છે કે તેઓ કેવી રીતે આસ્રવથી બંધાઈ રહ્યાં છે, તેઓને જોઈને મારે એ વિચારવું જોઈએ કે મેં પણ અનંતી વાર આવી રીતના આસ્રવોથી બંધ કર્યો છે અને તેની પશ્ચાતાપપૂર્વક ક્ષમાપના કરવી જોઈએ. હવે પછી આવા આસવોનું સેવન ક્યારેય નહીં કરું એવું નક્કી કરવું જોઈએ. આ રીતે દરેક જાણકારીનો ઉપયોગ મારે મારા (આત્માના) ફાયદા માટે જ કરવાનો છે. આવી રીતે આસ્રવ ભાવનાનો ઉપયોગ કરીને આપણે મુક્ત થવાનું છે, તે જ આ ભાવનાનું ફળ છે.
જ
સંવર ભાવના - સાચા (કાર્યકારી) સંવરની શરૂઆત સમ્યગ્દર્શનથી જ થાય છે, તેથી તેના લક્ષે પાપોનો ત્યાગ કરી, એકમાત્ર સાચા સંવરના લક્ષે દ્રવ્યસંવર પાળવો.
ઉપર કહ્યા મુજબ જીવ અનાદિથી મિથ્યાત્વ યુક્ત રાગ-દ્વેષ કરીને કર્મોનો આસ્રવ કરતો આવ્યો છે, હવે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા પછી જેમ જેમ આત્માનુભૂતિનો કાળ અને આવૃત્તિ વધતા જાય છે, તેમ તેમ આસવોનો અધિકાધિક નિરોધ થઈને અધિકાધિક સંવર થતો રહે છે. અર્થાત્ સંવરને માટે સૌપ્રથમ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું આવશ્યક છે અને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા પૂર્વે કહ્યા અનુસાર યોગ્યતા કરવાનો પુરુષાર્થ કરવો અતિ આવશ્યક છે.
યોગ્યતાની સાથે અભ્યાસરૂપથી અને પાપથી બચવા માટે એકમાત્ર આત્મપ્રાપ્તિ અને આત્મરમણતાના લક્ષ્યથી દસ પ્રકારના ધર્મ, પોતાની શક્તિ અનુસાર કરવા જોઈએ. તેનાથી પાપાસવ ઓછો થશે અને સંવરનો અભ્યાસ થશે. જેવી રીતે ઉત્તમ ક્ષમાથી ક્રોધકષાયનો સંવર થશે, ઉત્તમ માર્દવથી માનકષાયનો સંવર થશે, ઉત્તમ આર્જવથી માયાકષાયનો સંવર થશે, ઉત્તમ અકિંચન/સંતોષથી લોભકષાયનો સંવર થશે, ઉત્તમ સૌચ-સત્ય-સંયમ-તપ-ત્યાગ-બ્રહ્મચર્યથી હિંસા, જૂઠ, અવિરતિ, વિષયો, વગેરેનો સંવર થશે. દરેક આસ્રવ માટે મારે ભાવના ભાવવાની છે કે હવે મને આ આસ્રવ ક્યારેય ન હો અર્થાત્ તેનો ઉપભોગ (સેવન) કરવાનો ભાવ ક્યારેય ન હો, આ સંસ્કાર દઢ કરવાથી મારી સંવર
Page #116
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૧૧૧
ભાવના સાર્થક થાય છે. અર્થાત્ સંવર જ સત્ય ધર્મનું ફળ છે, જેનાથી જીવ કર્મના બંધનો નિરોધ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે; આ જ સંવર ભાવનાનું ફળ છે.
નિર્જરા ભાવના- સાચી (કાર્યકારી) નિર્જરાની શરૂઆત સમ્યગ્દર્શનથી જ થાય છે, તેથી તેના લક્ષે પાપોનો ત્યાગ કરી, એકમાત્ર સાચી નિર્જરાના લક્ષે યથાશક્તિ તપ આચરવું.
નિર્જરા બે પ્રકારની હોય છે : (૧) અકામ નિર્જરા અને (૨) સકામ નિર્જરા. અકામ નિર્જરા દરેક જીવને અનાદિથી આપોઆપ થતી રહેતી હોય છે. સકામ નિર્જરા સમ્યગ્દર્શન સહિત જીવને ગુણશ્રેણી રૂપે હોય છે, અન્યોને ઘણો પુરુષાર્થ કરવા છતાં પણ નિર્જરા ઓછી હોય છે. તેથી સર્વ ધર્મી જીવોએ સૌપ્રથમ એકમાત્ર આત્મપ્રાપ્તિનું જ લક્ષ્ય રાખવું જોઈએ, અને તેના માટે ઉપર કહ્યા અનુસાર યોગ્યતા કરવાનો પુરુષાર્થ કરવો અત્યંત આવશ્યક છે.
યોગ્યતા કેળવવા આત્મલક્ષ્યપૂર્વક શાસ્ત્રને દર્પણ સમજીને સ્વાધ્યાય કરવો જોઈએ, જેથી મારામાં શાસ્ત્ર અનુસાર જે પણ ખામી હોય તેને દૂર કરી શકાય. તેનાથી આપણો અભિપ્રાય પણ સમ્યક થઈ શકે છે, કે જેના વગર આત્મજ્ઞાન સંભવ જ નથી થતું. તેથી સર્વ પુરુષાર્થ માત્ર એક આત્મપ્રાપ્તિ હેતુથી તપ, વ્રત, બાર ભાવના, ધન્યવાદ ! સુસ્વાગતમ! (Thank you ! Welcome! ) નો ભાવ, વગેરેથી સ્વાધ્યાયરત રહેવા માટે કરવાનો છે. જેથી ત્વરાએ આપ નિશ્ચય સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને સકામ (સાચી) નિર્જરા કરી શકો, કે જે આ ભાવનાનું ફળ છે.
લોકસ્વરૂપ ભાવના- પ્રથમ લોકનું સ્વરૂપ જાણવું, પછી ચિંતવવું કે હું અનાદિથી આ લોકમાં સર્વે પ્રદેશે અનંતી વાર જન્મ્યો અને મરણ પામ્યો; અનંતા દુઃખો ભોગવ્યાં, હવે ક્યાં સુધી આ ચાલુ રાખવું છે ? અર્થાત્ તેના અંત માટે સમ્યગ્દર્શન આવશ્યક છે, તો તેની પ્રાપ્તિનો ઉપાય કરવો. બીજું લોકમાં રહેલ અનંતા સિદ્ધ ભગવંતો અને સંખ્યાત અરિહંત ભગવંતો અને સાધુ ભગવંતોને વંદના કરવી, અને અસંખ્યાત શ્રાવક-શ્રાવિકાજીઓ તથા સમ્યગ્દષ્ટિ જીવોની અનુમોદના કરવી, પ્રમોદ કરવો.
અનાદિથી હું આ લોકમાં જન્મ-મરણ, નરક, તિર્યંચ અને નિગોદનાં દુ:ખો સહન કરતો આવ્યો છું, દેવ અને મનુષ્યભવમાં પણ મેં અનાદિથી અનેક દુઃખો ભોગવ્યાં છે. જ્યાં સુધી મિથ્યાત્વ હયાત છે, જીવને ભવભ્રમણ કરવા જ પડશે અને દુ:ખો ભોગવવાં જ પડશે. આ રીતે લોકસ્વરૂપ ભાવનાનો વિચાર કરીને દરેક જીવે પોતાનો પૂર્ણ પુરુષાર્થ આત્મપ્રાપ્તિ માટે જ લગાવવો તે જ આ ભાવનાનો ઉદ્દેશ્ય (આશય)
તે
છે.
લોકના સ્વરૂપનું ચિંતન કરવું અને એમાં સ્થિત અનંતાનંત જીવોના ભાવોનું, સિદ્ધોનું, અરહંતોનું, મુનિ ભગવંતોનું, શ્રાવક-શ્રાવિકાઓનું, સમ્યગ્દષ્ટિઓનું, જીવોના પ્રકારનું, જીવોનાં દુ:ખોનું, દુઃખોથી મુક્તિ પ્રાપ્ત કરવાના માર્ગનું, નરક-નિગોદના સ્વરૂપનું, છ દ્રવ્યનું, દ્રવ્ય-ગુણ-પર્યાયનું, પુદ્ગલરૂપી શરીર
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૧૨
સમ્યગ્દર્શનની રીત
વગેરેનું ચિંતન કરવું તે પણ લોકસ્વરૂપ ભાવનાનો ઉદ્દેશ્ય છે, કે જેનાથી જીવને મુક્તિનો માર્ગ આસાનીથી મળી શકે અને તે કર્મોથી મુક્ત થઈને સાદિ-અનંત કાળ સુધી અનંતાનંત સુખનો ઉપભોગ કરી શકે. તે જ આ ભાવનાનું ફળ છે.
લોક, કાળગણતરી વગેરેની જાણકારી લેવી કેમ આવશ્યક છે ? એમ લોકો પ્રશ્ન પૂછે છે. તેનો ઉત્તર એ છે કે, તેની જાણકારીથી ખબર પડે છે કે લોક કેટલો મોટો છે અને આપણે અનાદિથી આ લોકના દરેક પ્રદેશ પર અનંતી વાર કેવાં કેવાં જન્મ-મરણ કરી ચૂક્યા છીએ, કેવાં કેવાં દુ:ખો સહન કર્યાં છે અને ભવિષ્યમાં ક્યાં સુધી આવાં જન્મ-મરણ કરવાં છે ? દુઃખ સહન કરવા છે ? વગેરે. તેથી સમજાય છે કે એક આત્મજ્ઞાન નહીં હોવાથી જીવ કેટલો દુ:ખી થાય છે અને આગળ કેટલો દુ;ખી થઈ શકે છે, તેનાથી જીવ જાગૃત થઈ શકે છે અને પ્રમાદથી બચીને પોતાનું આત્મકલ્યાણ કરી શકે છે; આ ફળ છે લોકસ્વરૂપ ભાવનાનું. પરંતુ કોઈ પણ સાધનને આપણે સાધ્ય બનાવી લઈએ ત્યારે આપણી પ્રગતિ અટકી જાય છે, તે એક મોટું ભયસ્થાન છે. તેથી કોઈ પણ સાધનનો ઉચિત (યોગ્ય) ઉપયોગ કરીને આગળ વધવાનું હોય છે, નહીં કે ત્યાં (તેમાં) જ રોકાઈ જવું અર્થાત્ તે સાધનથી લગાવ નથી બનાવવાનો, પરંતુ આપણું સાધ્ય એવા મોક્ષને માટે તે સાધનનો (કરણાનુયોગનો) ઉપયોગ કરીને આગળ વધવાનું છે; આ પ્રકારે લોકભાવનાનો સહારો લઈને આપણે પોતાની સંસારથી મુક્તિ પાક્કી કરવાની છે, તે જ આ ભાવનાનું ફળ છે.
બોધિ દુર્લભ ભાવના - બોધિ એટલે સમ્યગ્દર્શન, અનાદિથી આપણી રખડપટ્ટીનું જો કોઈ કારણ હોય તો તે છે સમ્યગ્દર્શનનો અભાવ; તેથી સમજાય છે કે સમ્યગ્દર્શન કેટલું દુર્લભ છે, કોઈક આચાર્ય ભગવંતે તો કહ્યું છે કે, વર્તમાન કાળમાં સમ્યગ્દષ્ટિ, આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ હોય છે.
બોધિ એટલે સમ્યગ્દર્શન, તે કેવી રીતે પામવું ? અર્થાત્ કયા વિષયના ચિંતનથી અને અનુભવથી સમ્યગ્દર્શન પામી શકાય છે, અને તેના માટે કઈ યોગ્યતા હોવી આવશ્યક છે, વગેરે માટે જ આ પુસ્તક લખવામાં આવી રહ્યું છે; અર્થાત્ આ ભાવનાનું મહત્ત્વ અપૂર્વ છે એવું સમજીને ત્વરાએ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીએ તે જ આ ભાવનાનું ફળ છે.
આપણે અનંતી વાર વ્રત-નિયમ-યમ-પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યા એમ ભગવાને કહેલ છે, છતાં પણ અત્યાર સુધી આપણે સંસારથી મુક્તિ નથી પામી શક્યા, । પ્રશ્ન થાય કે એવું કેમ થયું ? એનો ઉત્તર એક જ છે કે આપણે જે પણ વ્રત-નિયમ-યમ-પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યા તે સંસારથી મુક્તિ પામવા માટે ન કર્યા અથવા તો કહેવા માટે તો સંસારથી મુક્તિ માટે જ વ્રત-નિયમ-યમ-પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યા; પરંતુ અંતરમાં સંસારની રુચિ સમાપ્ત ન થઈ. એટલે ભવ રોગરૂપ ન લાગ્યો કે જેથી સાચો વૈરાગ્ય પણ ન થયો અને સમ્યગ્દર્શન પણ ન થયું. અર્થાત્ બોધિ એટલે સમ્યગ્દર્શન માટે સાચો વૈરાગ્ય, કષાયોની મંદતા અને ઇચ્છાઓનો નાશ આવશ્યક છે કે જેનાથી મનમાં વસેલો સંસાર બળી જાય અને ત્યારે જ આપણી
Page #118
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૧૧૩
બહિર્મુખતા સમાપ્ત થઈને અંતર્મુખતા પ્રગટ થાય છે કે જેનાથી આપણી સમ્યગ્દર્શન માટેની યોગ્યતા પ્રગટે છે. આવી યોગ્યતા પ્રગટ કરી આપણે ત્વરાએ મોક્ષની પ્રાપ્તિ કરીએ, તે જ આ ભાવનાનું ફળ છે.
ધર્મસ્વરૂપ ભાવના - વર્તમાન કાળમાં ધર્મસ્વરૂપમાં ઘણી વિકૃતિઓ પ્રવેશી ચૂકેલ હોવાથી, સત્ય ધર્મની શોધ અને તેનું જ ચિંતન કરવું; સર્વ પુરુષાર્થ તેને પામવામાં લગાવવો.
વર્તમાન કાળમાં જિનશાસનમાં અનેક સંપ્રદાયો થઈ ગયા છે અને તે દરેકમાં પણ ભાગલા પડતાં પડતાં બીજા પણ નવા મત-પંથ-સંપ્રદાય પણ બની રહ્યાં છે. પ્રાયઃ દરેક સંપ્રદાય પોતાને સાચા/સારાં/ સર્વોત્કૃષ્ટ માને છે અને અન્ય સંપ્રદાયોની ભૂલો/ત્રુટીઓ જુએ છે અથવા તો અન્યોને કપોળકલ્પિત જ જણાવે છે, આવી રીતે અન્યોથી જાણે-અજાણ્યે દ્વેષ પણ કરાવે છે કે જેનાથી આપણો સંસાર વધી શકે છે, દુઃખ વધી શકે છે. તેથી પ્રશ્ન થાય કે, આવા પંચમ કાળમાં એક મુમુક્ષુ જીવે ધર્મપ્રાપ્તિ માટે શું કરવું જોઈએ? તેનો ઉત્તર આવો છે :- સૌપ્રથમ એ મુમુક્ષુ જીવે ભગવાનની વાત પર વિશ્વાસ કરીને પોતાના કારોબારમાંથી (વ્યવસાયમાંથી) સમય કાઢવો જોઈએ, કારણ કે ધન પુણ્યથી આવે છે, નહીં કે કારોબારમાં વધુ સમય આપવાથી. આવી રીતે તેણે સમય કાઢીને પોતાના સંપ્રદાયનાં શાસ્ત્રો નિષ્પક્ષ દૃષ્ટિથી અવલોકવા જોઈએ, પછી તેણે અન્ય સંપ્રદાયનાં શાસ્ત્રો પણ નિષ્પક્ષ દૃષ્ટિથી અવલોકવા જોઈએ. તે અવલોકનમાં એક જ દષ્ટિ રાખવી જોઈએ કે જે સાચું હોય તે મારું છે'. તે શાસ્ત્રોમાંથી પોતાના આત્માનો નિર્ણય અને અનુભવ કરવા માટે કાર્યકારી (આવશ્યક) વાતો ગ્રહણ કરવાની અને વિવાદિત વાતો પર વધુ લક્ષ્ય ન આપવું. શાસ્ત્રોને દર્પણરૂપથી વાંચવું અર્થાત્ શાસ્ત્રોની સારી વાતો જે મારામાં ન હોય તો ત્વરાએ ગ્રહણ કરવી અને જે આપણી કોઈ ખરાબ વાત લક્ષ્યમાં આવે તો ત્વરાએ કાઢવાની કોશિશ કરવી અને જે ન નીકળી શકે તો મનમાંથી (અભિપ્રાયમાંથી) તે ખરાબ વાતને અવશ્ય કાઢી નાખવી, જેથી ભવિષ્યમાં તે આપોઆપ નીકળી જશે; આ જ છે શાસ્ત્ર અભ્યાસ કરવાની રીત. આવી રીતે શાસ્ત્રોની વાતોને પોતાના જીવનમાં પ્રયોગમાં લાવવી અને આગળ વધતા જવું, ત્યારે તેને પોતાના અંતરમાંથી જ સત્ય/અસત્યનું અને યોગ્ય/અયોગ્યનો ભાસ કાળક્રમે થતો રહેશે અને તે ખુલ્લા મનથી આગળ વધતો રહેશે; મુમુક્ષુ માટે કોઈ પણ શાસ્ત્ર અછૂત ન હોવા જોઈએ, અર્થાત્ કોઈ પણ શાસ્ત્રનો આગ્રહ, હઠાગ્રહ, દુરાગ્રહ ન હોવો જોઈએ પરંતુ સત્યની જ ખોજ અને આગ્રહ હોવો જોઈએ; કેમ કે કોઈ પણ શાસ્ત્ર કે સંપ્રદાયનો આગ્રહ હોવાથી આપોઆપ જ અન્યો પ્રત્યે દ્વેષ ઉદ્ભવવો સ્વાભાવિક જ હોય છે. અને તે દ્વેષ તે મુમુક્ષુને અનંતકાળ સુધી સંસારમાં રખડાવવા સક્ષમ છે કેમ કે તે શ્રૃંખલારૂપ (શ્રેણીરૂપ) હોય છે તેથી આગળ આવવાવાળા અનેક ભવો સુધી તે મુમુક્ષુને દુઃખી કરવા સક્ષમ હોય છે. આવી રીતે તે મુમુક્ષુ પરીક્ષા કરીને આગળ વધી શકે છે. જેવી રીતે કોઈ પણ શાસ્ત્ર કે સંપ્રદાય કે ગુરુ, બીજાઓ પ્રત્યે રોષ રાખતા હોય અથવા દ્વેષ કરતા હોય કે કરાવતાં હોય, ત્યારે એમ વિચારવું કે આ વાત નિશ્ચિત છે કે સત્ય ધર્મમાં ઢંષ માટે કોઈ સ્થાન નથી હોતું, ત્યાં માત્ર કરુણા જ હોય છે તેથી જ્યાં દ્વેષ હોય ત્યાં સત્ય ધર્મ ન હોઈ શકે એ નિર્ણય થાય છે અર્થાત્
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સમ્યગ્દર્શનની રીત
તે ધર્મમાં અવશ્ય કાંઈક ખામી/ગુટી અવશ્ય છે. આ પ્રકારે મુમુક્ષુને એકમાત્ર નિજ કલ્યાણનું જ લક્ષ્ય હોવું જોઈએ નહીં કે કોઈ મત, પંથ, સંપ્રદાય કે વ્યક્તિવિશેષની પાલખી ઉપાડવાનું કે એનો પ્રચાર-પ્રસારવિસ્તાર કરવાનું કે જેનાથી પોતાના સંસારનો અંત થઈ નહીં શકે. મુમુક્ષુએ ઉપર જણાવેલ માર્ગ પર પ્રયોગાત્મક રીતે અને ખુલ્લા મનથી આગળ વધતા રહેવું જોઈએ અને પોતાના વિચાર-વાણી-વર્તનનું ઝીણવટથી અવલોકન કરતાં રહેવું જોઈએ, તેમાં શું બદલાવ આવી રહ્યો છે તે પણ નિરીક્ષણ કરતાં રહેવું જોઈએ. એકમાત્ર આત્મપ્રાપ્તિના લક્ષ્ય બાર ભાવના, ચાર ભાવના, ધન્યવાદ ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !) નો ભાવ, વગેરેથી મનમાંથી સંસારને બાળી નાખવાનો છે અને એ અવલોકન કરતાં રહેવાનું છે કે શું પોતાની ઈચ્છાઓ ઓછી થઈ ? શું પોતાના રાગ-દ્વેષ ઓછા થયા ? આ જ ધર્મસ્વરૂપ ભાવનાનું ફળ છે. અમે આ જ પ્રકારે સત્યની પ્રાપ્તિ અને અનુભૂતિ પામ્યા છીએ તેથી જ અમે ઈચ્છીએ છીએ કે આપ પણ આ જ રીતે સત્યની પ્રાપ્તિ અને અનુભૂતિ કરીને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરો.
સત્ય ધર્મનું સ્વરૂપ શું છે ? અર્થાત્ સત્ય ધર્મ કોને કહે છે, તે (સમ્યગ્દર્શન) કેવી રીતે પ્રાપ્ત કરી શકાય અને તેના માટે શું યોગ્યતા હોવી જોઈએ, વગેરે માટે જ આ પુસ્તક લખાઈ રહ્યું છે. અર્થાત્ આ ભાવનાનું મહત્ત્વ અપૂર્વ છે એમ સમજીને ત્વરાએ સત્ય ધર્મનું (સમ્યગ્દર્શનનું) સ્વરૂપ સમજીને અને એનો અનુભવ કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરો, એ જ આ ભાવનાનું ફળ છે.
ઉપરોક્ત યોગ્યતાના વિષયમાં અમુક સર્વાધિક મહત્ત્વપૂર્ણ બિંદુઓ સંક્ષેપરૂપમાં મનન કરવાના માટે અત્રે પ્રસ્તુત કરીએ છીએ.
અહીંયા માત્ર આપવા માટે જ આવ્યો છું, કોઈ પણ શરત અને કોઈ પણ અપેક્ષા વગર. J જે પણ થાય છે તે સારા માટે જ થાય છે.
મારે મારી ફરજ પૂર્ણ રૂપથી અદા કરવાની છે, પરંતુ બીજાઓથી એવી અપેક્ષા નથી રાખવાની. મારે પોતે, પોતાને બદલવાનો છે આ જ એકમાત્ર ધર્મની યોગ્યતા પામવાનો પુરુષાર્થ છે; બીજાઓને બદલવાનો પ્રયત્ન વ્યર્થ છે. બીજાઓને એમના સારા માટે પ્રેરણા આપી શકાય છે, પરંતુ આગ્રહ કે
દબાણ ક્યારેય ન કરાય. 1 વર્તમાન ઉદયને અર્થાત્ સંયોગને બદલવાનો પ્રયાસ ન કરતાં, તેનો સ્વીકાર કરવામાં જ સમજદારી
છે, શાંતિ છે. 1 વર્તમાનનો સ્વીકાર કરીને, પોતાનો પુરુષાર્થ એકમાત્ર આત્મપ્રાપ્તિના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં
લગાવવો. કારણ કે વર્તમાન ઉદય અર્થાત્ સંયોગ આપણા હાથની વાત નથી, પરંતુ ભવિષ્ય આપણા હાથમાં છે અર્થાત્ આપણે આપણા ભવિષ્યને બનાવી શકીએ છીએ. તેથી આપણે આપણો પુરુષાર્થ
Page #120
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૧૧૫
પ્રતિક્રિયામાં (Reaction માં) લગાવવાને બદલે પોતાનું ભવિષ્ય સુધારવામાં (Action માં) જ
લગાવવો જોઈએ. T મને તમામ સંયોગ કર્મ (પુણ્ય/પા૫) અનુસાર જ મળવાના છે અને કર્મ (પુણ્ય/પા૫) અનુસાર
જ ટકવાના છે, તો હરખ કે શોક શા માટે ? T કોઈ પણ મને દુઃખ દે છે, એના માટે દોષ મારાં પૂર્વ પાપકમનો છે અર્થાત્ મારા પૂર્વનાં દુષ્કૃત્યોનો
જ દોષ છે. તે દુષ્કૃત્યો માટે મનમાં માફી માગવી. T બીજાને દોષિત ન જેવાં, તે માત્ર નિમિત્તરૂપ જ છે.
બીજાઓને આપણાં પૂર્વ પાપકર્મોથી છોડાવવાળાં સમજીને ઉપકારી માનવા અને મનમાં ધન્યવાદ
આપવો, જેનાથી એના પર ગુસ્સો નહીં આવે (થાય). 1 જે કોઈ આપણાં ઘરનો કચરો સાફ કરી આપે, તો આપણે એને જરૂર ઉપકાર માનીએ છીએ. એવી
જ રીતે જ્યારે કોઈ આપણા આત્માનો કચરો (કર્મ) સાફ કરી આપે છે, ત્યારે તેને પણ ઉપકારી માનવો આવશ્યક છે. આવી રીતે ધન્યવાદ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !) કરીને આત્માનો ફાયદો કરતા રહેવાનો છે. તેથી પોતે જ્યાં પણ હશે ત્યાં તેને કોઈની માટે ફરિયાદ નહીં રહે. (No complain
Zone) S No Complain Zone એટલે મારે કોઈ ફરિયાદ નથી કરવાની, કારણ કે વર્તમાનમાં મારી સાથે જે
પણ થઈ રહ્યું છે તે મારા ભૂતકાળનાં કર્મોનું જ ફળ છે. તેથી જો મારે કોઈની પણ સામે ફરિયાદ કરવી હોય તો હું પોતે જ છું, બીજું કોઈ નહીં; તો હું કોને અને કેમ ફરિયાદ કરું ? લોકમાં સર્વ જીવ વિશેના પોતાના ભાવો મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ – આ ચાર પ્રકારમાં જ વર્ગીકૃત કરવાં, અન્યથા તે મને બંધનનું જ કારણ બનશે. આપણી સૌથી મોટી ખોટ એ છે કે આપણે હંમેશાં બીજાને જ બદલીને પોતાને અનુકૂળ બનાવવામાં
લાગેલા રહીએ છીએ, જેમાં સફળતા મળવી અત્યંત કઠિન (મુશ્કેલ) છે. G પોતાને બદલવા સૌથી સરળ હોવા છતાં, એના માટે આપણે ક્યારેય પ્રયાસ પણ નથી કરતા. પોતાને
ધર્મને અનુકૂળ બદલવા, આ સમ્યગ્દર્શનની યોગ્યતા (પાત્રતા પ્રાપ્ત કરવા માટે અનિવાર્ય છે. 3 અનાદિથી આપણે જગત ઉપર આપણો હુકમ ચલાવવા જ ઈર્યું છે, જગતને પોતાની અનુકૂળ
પરિવર્તિત કરવા જ ઈર્યું છે. તમામ મારા પ્રમાણે ચાલે અને હું કહું એમ બદલાય આ જ ઈર્યું છે. પરંતુ આપણે ક્યારેય પોતાને ભગવાનના કહ્યા (આશા) અનુસાર પરિણમવા નથી વિચાર્યું. પરંતુ આપણે અનાદિથી આપણી મતિ અનુસાર જ પરિણમ્યા છીએ, આ જ સ્વચ્છંદતા છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૬
સમ્યગ્દર્શનની રીત
અનાદિથી આપણે પ્રશંસાપ્રિય છીએ. જે કોઈ આપણી નિંદા કરે તો આપણને તકલીફ થાય છે, પરંતુ આપણે એ સમજવાનું છે કે નિંદા-પ્રશંસા, સુખ-દુ:ખ, રતિ-અરતિ, અમીરી-ગરીબી, વગેરે બધાં જ સંયોગ કર્મને આધીન હોય છે; આપણી ઇચ્છાથી કે અનિચ્છાથી તેમાં કોઈ ફરક પડવાનો નથી, પરંતુ આપણે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના શિકાર અવશ્ય બનીશું. અનાદિથી આપણને સત્ય ધર્મની પ્રાપ્તિ અતિ દુર્લભ બની રહેલ છે, જ્યારે પણ આપણને સત્ય ધર્મની પ્રાપ્તિ થઈ છે ત્યારે પણ આપણે એને ઓળખી શક્યા નથી અને જે ઓળખો પણ હોય તો આપણે એના પર શ્રદ્ધાન કરી શક્યા નથી. અનાદિથી આપણે સત્ય ધર્મના નામે કોઈ ને કોઈ સંપ્રદાય, પક્ષ, આગ્રહ કે કોઈ વ્યક્તિ પ્રત્યે રાગમાં જ ફસાઈને રહ્યા છીએ. એને જ સત્ય ધર્મ માનીને પોતાનો અનંત કાળ ગુમાવ્યો છે અને અનંત દુઃખો સહન કર્યા છે. સત્ય ધર્મ પામવા માટે સાચું એ જ મારું અને સારું એ મારું આ ભાવ ભાવવો આવશ્યક છે. સત્ય ધર્મ પામવા માટે જીવ સત્યનો સ્વીકાર કરવા તત્પર હોવો જોઈએ (Ready to Accept) અને તેના અનુસારે જીવ પોતાને બદલવા માટે પણ તત્પર હોવો જોઈએ (Ready to Change) , નહીં તો તે સત્ય ધર્મ પામી શકતો નથી. સત્ય ધર્મ જ્ઞાનીના અંતરમાં વસે છે, તેને બહાર શોધવાથી મળવાનો નથી. સત્ય ધર્મ જ્ઞાનીનાં સાંનિધ્યમાં જ મળશે, કારણ કે જ્ઞાની જ જીવને આત્માની ઓળખ સરળતાથી કરાવી શકે છે. એટલે સત્ય ધર્મને કોઈ બહારના ક્રિયાકાંડ અથવા વ્રત વગેરેમાં ન માનીને, એને આગળ કહ્યા અનુસાર પોતાના અંતરમાં ખોજવાનો છે અર્થાત્ પોતાના અંતરમાં પ્રગટ કરવાનો છે. જે મોક્ષમાર્ગ જાણે છે, તે જ તેને બતાવી શકે છે. કારણ કે મોક્ષમાર્ગ સંસારમાં ડૂબેલા જીવોને માટે અતિ ગહન અને અગમ્ય છે, પરંતુ પુરુષના (જ્ઞાનીના) માધ્યમથી સુલભ છે. સત્ય ધર્મની યોગ્યતા કરવા માટે :- નીતિ-ન્યાયપૂર્વક અર્થોપાર્જન, પ્રાપ્તમાં સંતોષ, ઓછામાં ઓછો સમય અર્થોપાર્જનમાં આપવો, વધુમાં વધુ સમય સ્વાધ્યાય-મનન-ચિંતન વગેરેમાં લગાવવો, સાત્ત્વિક ભોજન, કંદમૂળ-અનંતકાયનો ત્યાગ, જીવદયાનું પાલન, રાત્રિભોજનનો ત્યાગ, અભક્ષ્યનો ત્યાગ, શરીરની ઓછામાં ઓછી સજાવટ, સાદું જીવન, સુખશીલતાનો ત્યાગ, વધુ પડતા ક્રોધમાન-માયા-લોભનો ત્યાગ, જૂનાં પાપોનું પ્રાયશ્ચિત્ત, બાર ભાવનાનું ચિંતન, તમામ જીવો પ્રત્યે ચાર ભાવના, પંચપરમેષ્ઠી ભગવંતોના ગુણોનો અહોભાવ, તમામ જીવો પ્રત્યે ગુણદષ્ટિ, વગેરે આવશ્યક છે. સત્ય ધર્મ એટલો સામર્થ્યવાળો છે કે એની સાચી શ્રદ્ધા થવા માત્રથી જ, તે જીવમાં આપોઆપ સત્ય ધર્મને અનુકૂળ બદલાવ આવવા લાગે છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૧૧૭
પોતાને સત્ય ધર્મ અનુકૂળ બદલવાથી, પોતાના સત્તામાં રહેલાં કર્મો ઉપર અનેક પ્રક્રિયા થવાની શરૂઆત થઈ જાય છે. જેમ કે, પાપપ્રકૃતિનું પુણ્યપ્રકૃતિમાં સંક્રમણ, પુણ્યનું ઉદ્વર્તન, પાપનું
અપવર્તન, વગેરે; તેથી ઘણી વાતોમાં શૂળીનો ઘા (ફાંસીની સજા) સોયથી સરી જાય છે. 1 આવી રીતે ફાંસીની સજા સોયમાં બદલાઈ જતી હોવા છતાં આપણને તેનું જ્ઞાન ન હોવાથી, લોકો
ક્યારેક એવું પણ વિચારે છે કે, જુઓ આ ધર્મ જીવ હોવા છતાં કેટલો દુઃખી છે? પરંતુ તેઓને ખબર નથી કે, સાચો ધર્મી જીવ હવે હલકી ગતિઓમાં જવાનો જ ન હોવાથી, એ ગતિને લાયક પાપકર્મોનું સંક્રમણ થઈને અત્યારે ઉદયમાં આવ્યા છે, તે કારણે લોકોને ક્યારેક લાગે છે કે, આ ધર્મી જીવ હોવા છતાં કેટલો દુઃખી છે! આવાં દુઃખના સંયોગોમાં જીવ જો ઉપર કહ્યા પ્રમાણે ધન્યવાદ ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !) નો ભાવ લાવવાનો પુરુષાર્થ કરે છે, ત્યારે તે જીવ દુ:ખમાં પણ સુખી રહી શકે છે. લોકોને લાગશે કે આ જીવ ઘણો દુઃખી છે, પરંતુ તે જીવ ધન્યવાદ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !) અને જે પણ થાય છે તે સારા માટે જ થાય છે'ના માધ્યમથી સમાધાની અને સમભાવી બનીને શાંત અને પ્રસન્ન રહેતો હશે. આપણે અનાદિથી આજ સુધી અનંતી વાર દીક્ષા ગ્રહણ કરી, અનંતી વાર વ્રત-તપ વગેરે કર્યા, અનંતી વાર ધ્યાન વગેરે કર્યા, અનંતી વાર હું આત્મા છું અથવા હું શુદ્ધાત્મા છું અથવા અહમ્ બ્રહ્માસ્મિ અથવા તત્ત્વમસિ વગેરે જાપ કર્યા કે ગોખ્યું, પરંતુ સત્યની પ્રાપ્તિ અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ. કારણ કે જ્યાં સુધી આત્મા યોગ્યતાની પ્રાપ્તિ નથી કરતો ત્યાં સુધી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. અર્થાત્ પહેલા આપણે પોતાના આત્માને મોહના તાવથી બચાવવાનો છે, તેથી જ ભગવાને કહ્યું છે કે ઘણી વાર અનેક જીવો નવ પૂર્વના પાઠી (અભ્યાસુ) થયા છતાં સમ્યગ્દર્શન પામી શક્યા નથી. તે મોહના તાવને માપવા માટે એક માપદંડ છે આ પ્રશ્ન : આપણને શું ગમે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં જ્યાં સુધી સાંસારિક વસ્તુ કે સંબંધ કે ઈચ્છા કે આકાંક્ષા છે ત્યાં સુધી આપણે સમજવાનું કે આપણને મોહનો બહુ તેજ તાવ છે અને તે તાવનો ઉપર કહ્યા મુજબ
ઈલાજ કરવો આવશ્યક છે. 7 આપણે અનાદિથી આજ સુધી અનંતી વાર દીક્ષા ગ્રહણ કરી, અનંતી વાર વ્રત-તપ વગેરે કર્યા,
અનંતી વાર ધ્યાન વગેરે કર્યા, અનંતી વાર હું આત્મા છું અથવા હું શુદ્ધાત્મા છું અથવા અહમ્ બ્રહ્માસ્મિ અથવા તત્ત્વમસિ વગેરે જાપ કર્યા કે ગોખ્યું, પરંતુ સત્યની પ્રાપ્તિ અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ. કારણ કે આ તમામ હઠયોગ કહેવાય છે અને સત્ય ધર્મ ઉપર કહ્યા મુજબના ઉપચારથી (રાજયોગથી-સહયોગથી), સહજ જ પ્રાપ્ત થાય છે, નહીં કે હઠયોગથી.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૮
O
O
સમ્યગ્દર્શનની રીત
O
આપણે અનાદિથી ધર્મને બહાર જ શોધ્યો છે; પરંતુ આત્માનો ધર્મ, આત્માથી બહાર કેવી રીતે હોઈ શકે ? બહારથી આપણને એકમાત્ર દિશાનિર્દેશ જ મળી શકે છે, પરંતુ તે સમ્યક દિશાનિર્દેશ પ્રાપ્ત કરવા માટે આપણી પાસે ખુલ્લું દિમાગ, શાસ્ત્રોનો ગહન/ઊંડો અભ્યાસ, શાસ્ત્રોથી માત્ર પોતાના આત્મકલ્યાણ માટેની કાર્યકારી વાતો (મને મારા આત્માના નિર્ણય અને આત્માની અનુભૂતિ માટે આવશ્યક છે, એ વાતો) જ ગ્રહણ કરવાનો ભાવ રાખવો જોઈએ પરંતુ વિવાદાસ્પદ વાતો ગ્રહણ ન કરવી જોઈએ અર્થાત્ જેનો ઉત્તર માત્ર કેવળી ભગવાન જ આપી શકતા હોય તેવી વિવાદાસ્પદ વાતો ગ્રહણ ન કરીને, તેવી વાતો માટે મધ્યસ્થભાવ ભાવવો અને જેવું કેવળી ભગવાને જે જોયું હશે તેવું મને માન્ય છે એવો ભાવ રાખવો. ‘સાચું તે મારું અને સારું તે મારું' એવો ભાવ, સત્યને સ્વીકારવાની તત્પરતા (Ready to Accept), એના અનુસાર જીવની પોતાને બદલવાની તત્પરતા (Ready to Change), વગેરે હોવું પરમ આવશ્યક છે.
જેમણે આત્માનો અનુભવ કર્યો છે એવા સત્પુરુષનો યોગ અને તેમના પ્રત્યે આપણો સર્વભાવ સમર્પણભાવ આવશ્યક છે. કારણ કે એમના પ્રત્યે આપણા સર્વભાવ સમર્પણભાવથી, એમનો આપેલો ઉપદેશ આપણા જીવનમાં ત્વરાથી પરિણમે છે, અર્થાત્ આપણા જીવનમાં ધર્મને અનુકૂળ બદલાવ ત્વરાથી આવે છે.
મારી સાથે ક્યારેય અન્યાય થતો જ નથી અર્થાત્ મારી સાથે જે પણ બને છે તે, નિશ્ચયથી મારા કર્મનું જ ફળ છે. તો પછી અન્યાયની વાત જ નથી રહેતી; ઊલટાનું મારી સાથે જે પણ થાય છે, તે જ મારા માટે ન્યાયસંગત છે. પરંતુ આ તર્કથી મને બીજાની સાથે અન્યાય કરવાનો પરવાનો નથી મળતો, આ સમજવું અત્યંત આવશ્યક છે.
7 આત્મપ્રાપ્તિના લક્ષ્ય સાથે ઉપર કહ્યા પ્રમાણે વૈરાગ્ય અને ઉપશમ કરવો અત્યંત આવશ્યક છે.
O
સત્પુરુષ, સત્સંગ અને સત્શાસ્ત્રનું અધ્યયન વગેરે સત્ય ધર્મ પામવા માટે માર્ગદર્શનું કામ કરે છે. સર્વે સંયોગ અનિત્ય છે, કોઈ પણ સંયોગ નિત્ય આપણી સાથે રહેવાવાળો નથી. તેથી સંયોગમાં ‘હુંપણું’ અને ‘મારાપણું’ ત્યાગવું અત્યંત આવશ્યક છે.
O વૈરાગ્ય એટલે મારા મનમાં વસેલા સંસારનો નાશ કરવો અર્થાત્ બહારનો સંસાર આપણને એટલો નડતરરૂપ નથી થતો જેટલો નડતરરૂપ આપણને આપણા મનનો સંસાર થાય છે. તેથી પહેલાં આપણે આપણાં મનમાં રહેલા સંસારનો નાશ બાર ભાવનાથી (અનુપ્રેક્ષાથી) કરવાનો છે, પછી બહારના સંસારનો નાશ ક્રમશઃ અવશ્ય થશે.
O મનમાં વસેલા સંસારનું કારણ દર્શનમોહનીય કર્મ છે અને બહારના સંસારનું કારણ ચારિત્રમોહનીય કર્મ છે. પહેલાં દર્શનમોહનીય કર્મ જાય છે, ત્યારે સમ્યગ્દર્શન (ચોથું ગુણસ્થાન) પ્રાપ્ત થાય છે; અને
Page #124
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૧૧૯
પછી ચારિત્રમોહનીય કર્મ ક્રમશઃ જાય છે, ત્યારે પંચમાદિ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. અર્થાત્ બહારના
સંસારનો નાશ ક્રમશ: થાય છે. 3 સંસારના સર્વ સંબંધો સ્વાર્થ આધારિત હોવાથી અને તે ક્ષણિક પણ હોવાથી, એમાં આસક્તિ કરવા
જેવી નથી, પરંતુ આપણે જે પણ કર્તવ્ય હોય તે પૂરી નિષ્ઠાથી નિભાવવું, એમાં કાંઈ પણ કચાશ નથી રાખવાની. શરીર અશુચિઓથી ભરેલું છે, એને કેટલી પણ વાર સ્નાન કરાવવા છતાં ત્વરાથી અશુદ્ધ થાય છે. અને શરીરમાં કરોડો રોગો ભરેલા છે, તે ક્યારે ઉદયમાં આવી જશે તે પણ ખબર નથી. ધોયેલાં કપડાંને એક વાર પણ શરીર પર ધારણ કરતાં જ, કપડાં અશુદ્ધિયુક્ત થઈ જાય છે. આવા શરીરનો મોહ કરવા જેવો નથી. સંસાર આધિ-વ્યાધિ-ઉપાધિથી ભરેલો છે. સંસારમાં ક્યાંય પણ સુખ ન હોવા છતાં સુખ ભાસે છે, તે સુખાભાસ માત્ર છે અને તે ક્ષણિક પણ છે; પરંતુ તે સાચું સુખ નથી. જ્યાં સુધી મોહમંદ નથી થતો ત્યાં સુધી આ વાત સમજમાં નથી આવતી, તેથી જેને સંસારમાં સુખ ભાસે છે તેણે ઉપર કહ્યા મુજબના ઉપાયોથી મોહમંદ કરવો અતિ આવશ્યક છે. મનુષ્યભવ અતિ દુર્લભ છે, તેમાં પણ પૂર્ણ ઇન્દ્રિયો, લાંબું આયુષ્ય, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, સત્ય ધર્મ, શ્રદ્ધા, વગેરે એક એક્શી અતિ દુર્લભ છે. તેને પામ્યા પછી જે તેનો આપણે ઉચિત ઉપયોગ ન કરી શકીએ, તો પણ અંતતોગત્વા (પરંપરાએ) એકેન્દ્રિયમાં જવાથી કોઈ બચાવી નહીં શકે. પછી એકેન્દ્રિયમાંથી નીકળવું ચિંતામણિરત્નની પ્રાપ્તિથી પણ અધિક દુર્લભ બતાવવામાં આવ્યું છે. Daily Progress એટલે કે રોજ પ્રગતિ: જે આપણે દરરોજ આંતરિક-આધ્યાત્મિક પ્રગતિ કરી ન શકીએ તો આપણું આધ્યાત્મિક પતન નિશ્ચિત જ છે. કેમ કે આપણા ભાવ સ્થિર નથી રહેતા,
જો તે વૃદ્ધિગત (ચડતાં) ન થાય તો અવશ્ય ઊતરતા (પડતાં) થશે. 1 જીવના અનંત સંસારમાં ડૂબવાના પ્રાયઃ નિમ્ન સ્થાન છે : વિષય-કષાય, આરંભ-સમારંભ,
અહમ્મમ (હું-મારું), તૃત્વપણું, નિમિત્તાધીનતા, ઈર્ષા-નિંદા-દંભ વગેરે, શરીર-ધન-કામભોગ વગેરે, આર્તધ્યાન-રૌદ્રધ્યાન, પ્રાપ્તમાં આસક્તિ - અપ્રાપ્તની ઝંખના, તત્ત્વનો વિપરીત નિર્ણય, વગેરે; તેથી આ બધાથી બચવાનો પુરુષાર્થ કરવો આવશ્યક છે. જીવની પાસે અનંતકાળ રહેવાની માત્ર બે જ જગ્યા છે – એક, નિગોદ અને બીજું, સિદ્ધત્વ. અર્થાત્ દરેક જીવ પાસે બે જ વિકલ્પ છે – જો તે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને સિદ્ધત્વનું આરક્ષણ નથી કરાવી લેતો નિયમથી તે બીજા વિકલ્પરૂપે કાળક્રમે નિગોદ પ્રાપ્ત કરે છે. નિગોદ By Default અર્થાત્ વગર કોઈ પ્રયત્ન આપોઆપ મળે છે, પરંતુ સિદ્ધત્વની પ્રાપ્તિ માટે પૂર્વે જણાવેલ પ્રયત્નો અર્થાત્
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૨૦
સમ્યગ્દર્શનની રીત
]
આત્માનો પુરુષાર્થ કરવો આવશ્યક છે, હવે નક્કી આપણે કરવાનું છે કે આપણે શું જોઈએ છે ? આ મનુષ્યભવની દરેક પળ (સમય) અત્યંત અમૂલ્ય (અતિ કિંમતી) છે કારણ કે એક સમય વીતી ગયા પછી ફરીથી, ગમે તેટલી કિંમત ચૂકવવા છતાં તે પ્રાપ્ત થતો નથી. અર્થાત્ આપણે દરેક સમયનો ઉપયોગ વિવેકપૂર્ણ ઢંગથી કરવાનો છે અને એક પણ સમય વ્યર્થ (નકામો) ગુમાવવાનો નથી. હું દેહરૂપ નથી પરંતુ દેહદેવળમાં બિરાજમાન એવો ભગવાન આત્મા છું. હું જ પાંચેય ઇન્દ્રિયોના માધ્યમથી જાણવા–જોવાવાળો એકમાત્ર જ્ઞાયક છું. તેથી જ્યાં સુધી હું હાજર છું ત્યાં સુધી જ આ ઇન્દ્રિયો જાણે-દેખે છે, જેવો હું આ શરીરમાંથી નીકળી ગયો (અર્થાત્ મૃત્યુ પછી) આ ઇન્દ્રિયો નકામી થઈ જાય છે અર્થાત્ આત્મા વગર ઇન્દ્રિયો કાંઈ પણ જાણી-દેખી નથી શકતી. વસ્તુતઃ આત્મા જ જાણે-દેખે છે નહીં કે ઇન્દ્રિયો, એટલે જ આત્માને જ્ઞાયક સંજ્ઞા પ્રાપ્ત થઇ છે અર્થાત્ જ્ઞાયક નામ પડયું છે.
જ
હું (આત્મા) સત્-ચિત્-આનંદસ્વરૂપ છું. સત્ એટલે અસ્તિત્ત્વ, અર્થાત્ મારું અસ્તિત્વ ત્રિકાળ છે. ચિત્ એટલે જાણવું–જોવું, અર્થાત્ મારું કાર્ય ત્રિકાળ જાણવા જોવાનુ છે, આનંદ અર્થાત્ અનંત અવ્યાબાધ અતિન્દ્રિય સુખ, અર્થાત્ મારો સ્વભાવ ત્રિકાળ આનંદમય છે. આવાં વૈભવવાન હોવા છતાં અનેક જીવો સુખાભાસની પાછળ પાગલ થયેલા જણાય છે, સુખાભાસની ભીખ માગતા પણ જણાય છે; આ જ અત્યંત કરુણાજનક કથા છે.
સાચું સુખ એને કહેવાય કે જે સ્વાધીન હોય, શાશ્વત હોય, ક્યારેય તેનાથી ઊબી ન જવાય, જે દુ:ખમિશ્રિત ન હોય, જે દુ:ખપૂર્વક ન હોય અને દુ:ખજનક પણ ન હોય. આત્મા આવો સુખમય છે, બીજા જે પણ સુખ લાગે છે કે દેખાય છે તે બધાં સુખાભાસ માત્ર છે. કારણ કે તે ક્ષણિક છે, પરાધીન છે, દુઃખપૂર્વક છે અને દુ:ખજનક પણ છે.
m
ધર્મ ૨૪ x ૭ નો હોય, અર્થાત્ ચોવીસ કલાક અને અઠવાડિયાના સાતેય દિવસ ચાલે એવો ધર્મ હોય. ચાર ભાવના, બાર ભાવના, બીજાં યોગ્યતાના બોલ અને ધન્યવાદ ! સુસ્વાગતમ! (Thank you ! Welcome! ) નો ભાવ, વગેરે ૨૪ x ૭ સાચવી રાખવાના/ભાવવાના છે. કારણ કે આપણો કર્મબંધ ૨૪ ૪ ૭ થતો જ રહે છે, તેથી એનાથી બચવા માટેનો ધર્મ પણ ૨૪ x ૭ થાય તેવો હોવો જોઈએ; નહીં કે એક વાર પ્રક્ષાલ, પૂજા, પ્રવચન, સામાયિક, નિત્યક્રમ, સ્વાધ્યાય, ધ્યાન કે પ્રતિક્રમણ વગેરે કરી લેવાથી આપણું કામ પતી જાય છે.
O
દર કલાકે કે બે કલાકે પોતાના મનનાં પરિણામ ચકાસતાં રહેવાના છે, પરિણામને ઉન્નત કરતા રહેવા અને લાગેલાં પાપોનું પ્રાયશ્ચિત્ત, નિંદા, ગર્હા વગેરે કરતાં રહેવું; ફરીથી એવાં પરિણામ ન થાય તેનો ખ્યાલ રાખવો, તેની ચીવટ રાખવી.
Page #126
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૧૨૧
3 જ્યારે પણ સમય મળે નમસ્કાર મંત્રનું સ્મરણ કરતાં રહેવું અને આપણે પણ ભગવાન બનવાનું છે
એ વાતનું સ્મરણ રાખવું/કરવું. 0 નિરંતર સત્સંગ ઈચ્છવો, અંતર્મુખી રહેવું અને પોતાના દોષો જોતા રહેવા અને તે દોષોને કાઢી
નાખવાનો (Delete કરવાનો) પુરુષાર્થ કરતા રહેવું વગેરે એકમાત્ર આત્મપ્રાપ્તિના લક્ષ્યપૂર્વક કરવું આવશ્યક છે. વિદ્વજનો માટે પણ મોહનો પરાભવ કરવો મહાદુષ્કર હોય છે, કેમ કે કોરી (યોગ્યતા વગરની) વિદ્વત્તા મોહને પરાભૂત કરવા માટે કાર્યકારી (સક્ષમ) નથી હોતી. મોહને પરાભૂત કરવા માટે જેટલો વૈરાગ્ય અને ઉપર કહ્યા પ્રમાણેની અન્ય યોગ્યતા આવશ્યક છે તેટલી વિદ્વત્તાની આવશ્યકતા (જરૂરિયાતો નથી, ઊલટું ક્યારેક વિદ્વત્તા કષાયને (ક્રોધ-માન-માયાલોભને) જન્મ આપવાવાળી અથવા તેને વધારવાવાળી બની જાય છે, તેથી સદૈવ સાવધાન રહેવું આવશ્યક છે.
૨
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૨ ૨
સમ્યગ્દર્શનની રીત
૨૫
શુભૌપયોગ નિર્જરાનું કારણ નથી
પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથા :
ગાથા ૭૬ર : અન્વયાર્થ:- “બુદ્ધિની મંદતાથી આવી પણ આશંકા ન કરવી કે શુભોપયોગ, એક દેશથી પણ નિર્જરાનું કારણ થાય છે; કારણ કે શુભ ઉપયોગ, અશુભને લાવનાર હોવાથી (અર્થાત્ જેઓ શુભ ઉપયોગમાં ધર્મ સમજે છે અને શુભ ઉપયોગથી પણ નિર્જરા માને છે એવો એક વર્ગ જૈન સમાજમાં છે, તેઓને અત્રે સમાવેલ છે કે સ્વાત્માનુભૂતિરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન વિનાનો શુભ ઉપયોગ નિયમથી આત્મામાં અલ્પ શુભની સાથે સાથે મોહનીયાદિ ઘાતી કર્મોનો આસ્રવ પણ કરાવે છે અને તે મોહનીયાદિ ઘાતી કર્મો નિયમથી જીવને દુઃખના કરનારા છે, અર્થાત્ અશુભને લાવનારા છે અર્થાત્ શુભ ઉપયોગ જીવને સંસારથી મુક્ત કરાવતો નથી એમ સમજાવવું છે. પરંતુ અત્રે શુભ ઉપયોગનો નિષેધ ન સમજવો, નહિ તો લોકો સ્વચ્છેદે અશુભ જ આચરશે; અત્રે ઉદ્દેશ શુભ છોડાવી, અશુભમાં લઈ જવાનો નથી, પરંતુ નિર્જરા માત્ર શુદ્ધ ઉપયોગથી જ થાય છે તેમ જણાવવું છે અને તેથી જણાવેલ છે કે શુભ ઉપયોગ) તે નિર્જરાનો હેતુ થઈ શકતો નથી તથા ન તો તે શુભ પણ કહી શકાય છે.”
એટલા માટે શુભ ઉપયોગથી નિર્જરા ન સમજવી અને આ ગાથાથી શુભનો નિષેધ પણ ન સમજવો અર્થાત્ શુભ ઉપયોગ તે શુદ્ધ ઉપયોગનું (નિર્જરાનું) કારણ નથી, પરંતુ તે શુભ ઉપયોગ શુભ ભાવોનું (અર્થાત્ વીતરાગ દેવ-ગુરુ-શાસ્ત્રના સંયોગનું) કારણ અવશ્ય છે તેથી એકમાત્ર આત્માના લક્ષે અર્થાત્ આત્માની પ્રાપ્તિના અર્થે (સમ્યગ્દર્શન માટે) જે યોગ્યતાપ શુભ ઉપયોગ છે તે અપેક્ષાએ આચરવા યોગ્ય છે, કારણ કે જીવને અશુભ ઉપયોગમાં રહેવાનો ઉપદેશ તો કોઈ જ શાસ્ત્ર આપતા નથી અને તેથી કરીને પુણ્ય(શુભ)ને હેય સમજીને સ્વચ્છેદે કોઈ અશુભ ઉપયોગ રૂપે પરિણમતો હોય, તો તે પોતાના અનંત સંસારને વધારવાનો જ ઉપાય આચરી રહેલ છે, એમ સમજવું.
અત્રે શુભ ઉપયોગને નિર્જરાનું કારણ માનેલ નથી, કારણ કે ગુણશ્રેણી નિર્જરાનું એકમાત્ર કારણ શુદ્ધોપયોગ જ છે, તે અપેક્ષાએ શુભ ઉપયોગ (પુણ્ય) હેય છે, પરંતુ કોઈ સ્વચ્છેદે અન્યથા સમજીને જો
Page #128
--------------------------------------------------------------------------
________________
શુભોપયોગ નિર્જરાનું કારણ નથી
૧૨૩
પુણ્યને હેય કહી પાપરૂપે પરિણમે, તો એવો તો કોઈ પણ આચાર્ય ભગવંતોનો ઉપદેશ જ નથી અને એવી અપેક્ષા પણ નથી; રત્નકરંડક શ્રાવકાચાર શ્લોક ૧૪૮માં પણ જણાવેલ છે કે, “પાપ જીવનો શત્રુ છે અને ધર્મ જીવનો મિત્ર છે, એમ નિશ્ચય કરતો થકો શ્રાવક જો શાસ્ત્રને જાણે છે, તો તે નિશ્ચયથી શ્રેષ્ઠ જ્ઞાતા અથવા કલ્યાણનો જ્ઞાતા થાય છે.” અને આત્માનુશાસન ગાથા ૮ માં પણ જણાવેલ છે કે, “પાપથી દુઃખ અને ધર્મથી સુખ એ વાત લૌકિકમાં પણ જગત્ પ્રસિદ્ધ છે અને સર્વ સમજુ મનુષ્યો પણ એમ જ માને છે. તો જેઓ સુખના અર્થી હોય તેમણે પાપ છોડી નિરંતર ધર્મ અંગીકાર કરવો.”
તેથી નિયમથી એકમાત્ર આત્મલક્ષે શુભમાં જ રહેવું યોગ્ય છે એવો અમારો અભિપ્રાય છે; જેમ કે ઈબ્દોપદેશ ગાથા ૩માં કહ્યું છે કે - “વ્રતો દ્વારા દેવપદ પ્રાપ્ત કરવું સારું છે, પણ અરે અવ્રતો દ્વારા નરક-પદ પ્રાપ્ત કરવું સારું નથી. જેમ છાયા અને તાપમાં બેસી રાહ જોનારા બંને(પુરુષો)માં મોટો તફાવત છે, તેમ વ્રત અને અવ્રતનું આચરણ કરનાર બંને પુરુષોમાં મોટો તફાવત છે.”
આગળ આત્માનુશાસન ગાથા ૨૩૯ની ટીકામાં પણ પંડિત શ્રી ટોડરમલજીએ જણાવેલ છે કે, “નિશ્ચયદષ્ટિએ જોતાં એક શુદ્ધોપયોગ જ ઉપાદેય છે. શુભાશુભ સર્વ વિકલ્પો ત્યાજ્ય છે. તથાપિ તેવી તથારૂપ દશાસંપન્નતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે જ દશાની (શુદ્ધોપયોગરૂપ દશાની) પ્રાપ્તિના લક્ષપૂર્વક પ્રશસ્ત યોગ (શુભ ઉપયોગ રૂ૫) પ્રવૃત્તિ ઉપાદેય છે. અર્થાત્ શુભ વચન, શુભ અંતઃકરણ અને શુભ કાયાપરિસ્થિતિ આદરણીય છે – પ્રશંસનીય છે. પરંતુ મોક્ષમાર્ગનો સાક્ષાત્ કારણ નથી તો પણ શુદ્ધોપયોગ પ્રત્યે વૃત્તિનો પ્રવાહ કોઈ અંશે લક્ષિત થયો છે, તેવા લક્ષવાન જીવને પરંપરાએ કારણરૂપ થાય છે.” અને આત્માનુશાસન ગાથા ૨૪૦માં પણ જણાવેલ છે કે, “પ્રથમ અશુભોપયોગ છૂટે તો તેના અભાવથી પાપ અને તનત પ્રતિકૂળ વ્યાકુળતારૂપ દુઃખ સ્વયં દૂર થાય, અને અનુક્રમે શુભના પણ છૂટવાથી પુણ્ય, તથા તજીનત અનુકૂળ વ્યાકુળતા – જેને સંસાર પરિણામી જીવો સુખ કહે છે, તેનો પણ અભાવ થાય.....” માટે કોઈ સ્વચ્છેદે અશુભ ઉપયોગરૂપે ન પરિણમે એવો અમારો અનુરોધ છે, કારણ કે એમ કરતાં તો આપના ભવના પણ ઠેકાણાં નહીં રહે, જે વાત અત્યંત કરુણા ઉપજાવે તેવી છે.
-
--
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૪
સમ્યગ્દર્શનની રીત
૨૬
સમ્યગ્દર્શન વિના દ્રવ્યચારિત્ર
પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથા :
ગાથા ૭૬૯ : અન્વયાર્થ:- ‘‘તથા જે સમ્યગ્દર્શન વિના દ્રવ્યચારિત્ર તથા શ્રુતજ્ઞાન હોય છે તે ન તો સમ્યક જ્ઞાન છે તથા ન સમ્યક ચારિત્ર છે, અગર છે તો તે જ્ઞાન તથા ચારિત્ર, માત્ર કર્મબંધને જ કરવાવાળાં છે.’’
અર્થાત્ અત્રે પ્રથમ જણાવ્યા અનુસાર કોઈ પોતાને દ્રવ્યચારિત્રથી જ અથવા ક્ષયોપશમ જ્ઞાનથી જ, અમે મોક્ષમાર્ગમાં જ છીએ એમ સમજતા હોય અને એમ સમજાવતા હોય, તો તેઓને માટે લાલ બત્તી સમાન આ ગાથા છે. અર્થાત્ કોઈને પણ અભ્યાસરૂપ દ્રવ્યચારિત્ર લેવાનો કોઈ જ બાધ નથી, પરંતુ તેનાથી
કોઈ પોતાને કૃતકૃત્ય સમજતાં હોય અથવા સમજાવતાં હોય અને પોતાને છઠ્ઠું અથવા સાતમું ગુણસ્થાનક માનતાં હોય અથવા મનાવતાં હોય અને શ્રાવક પોતાને પાંચમા ગુણસ્થાનકમાં સ્થિત સમજતાં હોય અથવા સમજાવતાં હોય તો તેઓને માટે આ ગાથા લાલ બત્તી સમાન અર્થાત્ સાવધાન કરવા માટે છે. એટલે જો કોઈ આવું ન સમજતાં, પોતાને માત્ર આત્માલક્ષે અર્થાત્ આત્મપ્રાપ્તિ અર્થે અભ્યાસરૂપ ચારિત્ર માનતાં, સમજતાં હોય અને તેના અર્થે જ શ્રુતજ્ઞાન આરાધતા હોય તો તેઓ કર્મબંધના કારણથી અંશે બચી શકે છે અને પૂર્વે જણાવ્યા અનુસાર પોતાનું કલ્યાણ પણ કરી શકે છે.
2
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૫
૨૭
સ્વ-પર વિષયનો ઉપયોગ કરવાવાળો પણ આત્મજ્ઞાની હોય
પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથાઓ
ગાથા ૮૪૫ : અન્વયાર્થ:- ‘‘તે ક્ષયોપશમિક જ્ઞાનનું વિકલ્પપણું (અર્થાત્ પરપદાર્થને જાણવારૂપ ઉપયોગ) જ્ઞાનચેતનાનું બાધક કારણ થઈ શકતું નથી. (અર્થાત્ જો કોઈ એમ માનતાં હોય કે જીવ પરને જાણે છે એમ માનતાં મિથ્યાત્વી થઈ જવાય છે અથવા જીવ પરને જાણે છે એમ માનતાં સમ્યગ્દર્શનને બાધ થાય છે અર્થાત્ સમ્યગ્દર્શન થતું નથી, તો અત્રે સમજાવે છે કે જ્ઞાનનું પરને જાણવું તે સમ્યગ્દર્શન માટે બાધક કારણ નથી), કારણ કે જે ગુણનો જે પર્યાય થાય છે તે કથંચિત્ તરૂપ (તે ગુણરૂપ) જ થાય છે તેથી ક્ષયોપશમિક જ્ઞાનનો વિકલ્પ જ્ઞાનચેતનારૂપ શુદ્ધ જ્ઞાનનો વેરી નથી.’’
=
જ
અર્થાત્ જ્યારે જ્ઞાન પરને જાણે છે ત્યારે તે જ્ઞાનગુણ પોતે જ તે આકારે થતો હોવા છતાં, તે પોતાનું સ્વતઃસિદ્ધ અર્થાત્ ધ્રુવરૂપ અર્થાત્ જ્ઞાનપણું છોડતો નથી અને તેથી જ તે પરને જાણવારૂપ જ્ઞાનગુણનું પરિણમન જ્ઞાનસામાન્યરૂપ જ્ઞાનચેતનાનો (શુદ્ધ જ્ઞાનનો) વેરી નથી, બાધક નથી, એમ સમજીને આવો ડર હોય તો જરૂર કાઢી નાંખવો આવશ્યક છે; આ જ વાત આગળ દઢ કરાવે છે.
ગાથા ૮૫૮ : અન્વયાર્થ :- “જ્ઞાનોપયોગના સ્વભાવનો મહિમા જ કોઈ એવો છે કે તે (જ્ઞાનોપયોગ) પ્રદીપની માફક સ્વ તથા પર બન્નેના આકારનો એકસાથ પ્રકાશક છે.’’ આ ગાથામાં જ્ઞાનનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ દર્શાવેલ છે અને તેને જ જ્ઞાનનો મહિમા પણ જણાવેલ છે.
જ
ગાથા ૮૬૦ : અન્વયાર્થ :- ‘“જે સ્વાત્મોપયોગી જ છે તે જ નિશ્ચયથી ઉપયુક્ત છે એવું નથી (અર્થાત્ જે માત્ર સ્વઉપયોગી છે તે જ સમ્યગ્દષ્ટિ છે એવું નથી) તથા જે પરપદાર્થોપયોગી છે તે જ નિશ્ચયથી ઉપયુક્ત છે એવું નથી (અર્થાત્ જે માત્ર પરને જાણે છે તે જ સમ્યગ્દષ્ટિ છે એવું પણ નથી), પરંતુ ઉભય (બન્ને) વિષયને વિષય કરવાવાળો જ (જાણવાવાળો જ) ઉપયુક્ત અર્થાત્ ઉપયોગ કરવાવાળો હોય છે એવો નિયમ છે, એ પ્રમાણે ક્રિયાનો અધ્યાહાર કરવો જોઈએ.'' અર્થાત્ સમ્યક્શાન સ્વ-પરના જ્ઞાન અને વિવેકસહિત જ હોય છે, અન્યથા નહિ.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૬
સમ્યગ્દર્શનની રીત
ભાવાર્થ:- “માત્ર સ્વ વિષયનો વા માત્ર પર વિષયનો જ ઉપયોગ કરવાવાળો કોઈ ઉપયોગવાળો હોય છે એવું નથી, પરંતુ સ્વ-પર વિષયનો ઉપયોગ કરવાવાળો પણ આત્મજ્ઞાની હોય છે.”
તેથી જીવ પરને જાણે છે એમ માનતાં મિથ્યાત્વી થઈ જવાય છે અથવા જીવ પરને જાણે છે એમ માનતાં સમ્યગ્દર્શનને બાધ થાય છે અર્થાત્ સમ્યગ્દર્શન થતું નથી આવો કોઈ ડર હોય તો છોડી દેવો અને ઊલટું જ્ઞાન (આત્મા) પરને જાણે છે એવું કહેવા/માનવામાં કોઈ જ બાધ નથી, કારણ કે તે જ જ્ઞાનની ઓળખાણ છે અન્યથા તો તે જ્ઞાન જ નથી.
ગાથા ૮૭૭ અન્વયાર્થ :- “રાગાદિક ભાવોની સાથે બંધની વ્યામિ છે, પણ જ્ઞાનના વિકલ્પોની સાથે બંધની વ્યામિ નથી (અર્થાત્ આત્મા પરને જાણે તો તેનાથી કોઈ જ બંધ નથી, માત્ર તે = આત્મા તેમાં રાગદ્વેષ કરે તેનાથી જ બંધ થાય છે, અને તેથી માત્ર પરનું જાણવું અથવા જણાવું તેમાં તેને બંધની વ્યાપ્તિ નથી અર્થાત્ તેનાથી કોઈ જ બંધ નથી) અર્થાત્ જ્ઞાનવિકલ્પોની સાથે આ બંધની અવ્યાતિ જ છે, પરંતુ રાગાદિકોની સાથે જેવી બંધની વ્યાતિ છે તેવી જ્ઞાનવિકલ્પોની સાથે વ્યામિ નથી.”
અર્થાત્ આત્મા ખરેખર પોતાના જ્ઞાનમાં રચાતા આકારોને જ જાણે છે, પરને જાણતો નથી (આંખની કીકીની જેમ) એવી જ્ઞાનની વ્યવસ્થા હોવા છતાં, અર્થાત્ આત્મા પર સંબંધીના પોતાના શેયાકારોને જ જાણે છે, અને તેવું પરનું જાણવું કોઈ જ રીતે સમ્યગ્દર્શનમાં બાધક નથી તથા તેવું પરનું જાણવું કોઈ જ રીતે બંધનું કારણ પણ નથી; ઊલટું, તે અપેક્ષાએ સ્વમાં જવાની સીડી જરૂર છે કે જે વાત પૂર્વે અમે વિસ્તારથી સમજવેલ જ છે, કારણ કે સ્થૂળથી જ સૂક્ષ્મમાં જવાય અર્થાત્ પ્રગટથી જ અપ્રગટમાં જવાય અર્થાત્ વ્યક્તથી જ અવ્યક્તમાં જવાય એ જ નિયમ છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૨૭
२८
પ્રવચનસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
ગાથા ૩૩ : ટીકા :- “જેમ ભગવાન, યુગપ૬ પરિણમતા સમસ્ત ચૈતન્યવિશેષોવાળા કેવળજ્ઞાન વડે, અનાદિનિધન-નિષ્કારણ-અસાધારણ-સ્વસંવેદ્યમાન-ચૈતન્યસામાન્ય જેનો મહિમા છે તથા ચેતકસ્વભાવ વડે એકપણું હોવાથી જે કેવળ (-એકલો, નિર્ભેળ, શુદ્ધ, અખંડ) છે...”
આવો છે સમ્યગ્દર્શનનો વિષય અને તે ચૈતન્યસામાન્ય હોવાથી અર્થાત્ તેમાં સર્વ વિશેષભાવોનો અભાવ હોવાથી જ શુદ્ધાત્માને = દષ્ટિના વિષયને અલિંગગ્રાહ્ય કહ્યો છે અર્થાત્ આ જ અપેક્ષાએ અલિંગગ્રહણના બોલ સમજવાં જરૂરી છે, અન્યથા નહિ અર્થાત્ એકાંતે નહિ, કારણ કે એકાંત તો અનંત પરાવર્તનનું કારણ થવા સક્ષમ છે.
ગાથા ૮૦: ભાવાર્થ :- “અહંત ભગવાન અને પોતાનો આત્મા નિશ્ચયથી સમાન છે; વળી અહંત ભગવાન મોહરાગદ્વેષરહિત હોવાને લીધે તેમનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ છે, તેથી જે જીવ દ્રવ્ય-ગુણપર્યાયપણે તે (અહંત ભગવાનના) સ્વરૂપને મન વડે પ્રથમ સમજી લે, તો આ જે “આત્મા’ “આત્મા એવો એકરૂપ (કથંચિત સદશ) ત્રિકાળિક પ્રવાહ તે દ્રવ્ય છે, તેનું જે એકરૂપ રહેતું ચૈતન્યરૂપ વિશેષણ તે ગુણ છે અને તે પ્રવાહમાં જે ક્ષણવર્તી વ્યતિરેકો તે પર્યાય છે એમ પોતાનો આત્મા પણ દ્રવ્ય-ગુણ-પર્યાયપણે તેને મન વડે ખ્યાલમાં આવે છે. એ રીતે ત્રિકાળિક નિજ આત્માને મન વડે ખ્યાલમાં લઈને, પછી - જેમ મોતીઓને અને ધોળાશને હારમાં જ અંતર્ગત કરીને કેવળ હારને જાણવામાં આવે છે તેમ - આત્મપર્યાયોને અને ચૈતન્યગુણને આત્મામાં જ અંતર્ગર્ભિત કરીને (સમ્યગ્દર્શનનો વિષય) કેવળ આત્માને જાણતાં પરિણામી-પરિણામ-પરિણતિના ભેદનો વિકલ્પ નાશ પામતો જતો હોવાથી જીવ નિષ્ક્રિય ચિન્માત્ર ભાવને (શુદ્ધોપયોગી પામે છે અને તેથી મોહ (-દર્શનમોહ) નિરાશ્રય થયો થકો વિનાશ પામે છે.
જે આમ છે, તો મોહની સેના ઉપર વિજય મેળવવાનો ઉપાય મેં પ્રાપ્ત કર્યો છે' - એમ કહ્યું. અર્થાત્ સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું.
શ્લોક ૭:- “જેણે અન્યદ્રવ્યથી ભિન્નતા દ્વારા (પ્રથમ ભેદજ્ઞાન) આત્માને એક બાજુ ખસેડ્યો
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૮
સમ્યગ્દર્શનની રીત
છે (અર્થાત્ પરદ્રવ્યોથી અલગ દર્શાવ્યો છે) તથા જેણે સમસ્ત વિશેષોના સમૂહને સામાન્યની અંદર મગ્ન કર્યો છે (દ્વિતીય ભેદજ્ઞાન) (અર્થાત્ સમસ્ત પર્યાયોને દ્રવ્યની અંદર ડૂબી ગયેલા દર્શાવ્યા છે) એવો જે આ, ઉદ્ધત મોહની લક્ષ્મીને (-ઋદ્ધિને, શોભાને) લૂંટી લેનારો શુદ્ધનય (અર્થાત્ શુદ્ધોપયોગ અર્થાત્ સમ્યગ્દર્શન = સ્વાત્માનુભૂતિ), તેણે ઉત્કટ વિવેક વડે તત્ત્વને (આત્મસ્વરૂપને) વિવક્ત (પ્રગટ) કર્યું છે.” અર્થાત્ સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે.
ગાથા ૨૪૦: ટીકા:- “જે પુરુષ અનેકાંતકેતન (-અનેકાંતયુક્ત) આગમજ્ઞાનના બળથી, સકળ પદાર્થોના જોયાકારો સાથે મિલિત થતું વિશદ એક જ્ઞાન (શેયાકારો અર્થાત્ જ્ઞાનાકારો કે જે જ્ઞાનના જ બનેલ હોવાથી તે આકારોને ગૌણ કરતાં જ જ્ઞાન સામાન્યમાત્ર શુદ્ધાત્મા’ કે જે સમ્યગ્દર્શનનો વિષય છે તે જ પ્રાપ્ત થાય છે, જેનો આકાર છે એવા આત્માને (‘શુદ્ધાત્મા'ને) શ્રદ્ધાંતો અને અનુભવતો થકો (અર્થાત્ શ્રદ્ધાનો અને અનુભવનો વિષય એક જ છે), આત્મામાં જ નિત્યનિશ્ચળ વૃત્તિને ઈચ્છતો થકો,....” અને સમ્યગ્દર્શનપ્રાપ્તિની વિધિ જણાવેલ છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૨૯
૨૯
નિયમસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
હવે આપણે શ્રી નિયમસાર શાસ્ત્રથી જાણીશું કે સમ્યગ્દર્શનનો વિષય શું છે ? અને સમ્યગ્દષ્ટિ શેનું વેદન કરે છે ? તે કયા ભાવોમાં રક્ત હોય છે ? વગેરે ......
શ્લોક ૨૨ :- “સહજજ્ઞાનરૂપી સામ્રાજ્ય જેનું સર્વસ્વ છે એવો શુદ્ધ ચૈતન્યમય મારા આત્માને જાણીને (અર્થાત્ શુદ્ધ દ્રવ્યાર્થિક નયે કરી પોતાને શુદ્ધાત્મા જાણીને), હું આ નિર્વિકલ્પ થાઉં.” અર્થાત્ શુદ્ધ ચૈતન્યમય આત્મા તે જ સમ્યગ્દર્શનનો વિષય છે, કારણ કે તેને ભાવતા જ જીવ નિર્વિકલ્પ થાય છે.
શ્લોક ૨૩:- “દશિ-શક્તિ-વૃત્તિસ્વરૂપ (દર્શનશાનચારિત્ર રૂપે પરિણમતું) એવું જે એક જ ચેતનસામાન્યરૂપ (અર્થાત્ શુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષયરૂપ માત્ર સામાન્યજીવ-શુદ્ધાત્મા-પરમ પરિણામિક ભાવ) નિજ આત્મતત્ત્વ, તે મોક્ષેચ્છુઓને (મોક્ષનો) પ્રસિદ્ધ માર્ગ છે; આ માર્ગ વિના મોક્ષ નથી.”
અર્થાત્ આ સામાન્ય જીવમાત્ર કે જેને સહજ પરિણામી અથવા તો પરમ પરિણામિક ભાવરૂપ પણ કહેવાય છે તે જ દષ્ટિનો વિષય છે, અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય છે અને તેનાથી જ સમ્યગ્દર્શન થતાં, તેને જ પ્રસિદ્ધ મોક્ષનો માર્ગ કહ્યો; કારણ કે સમ્યગ્દર્શનથી જ તે માર્ગમાં પ્રવેશ છે.
શ્લોક ૨૪ :- “પરભાવ હોવા છતાં (અર્થાત્ વિભાવરૂપ ઔદાયિક ભાવ હોવા છતાં, તે ઔદાયિક ભાવને શુદ્ધ દ્રવ્યાર્થિક નયે કરી પરભાવ જણાવેલ છે; કારણ કે તે કર્મો અર્થાત્ પરની અપેક્ષાએ = નિમિત્તે હોય છે), સહજગુણમણિની ખાણરૂપ અને પૂર્ણ જ્ઞાનવાળા શુદ્ધાત્માને (પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્માને) એકને જે (ભેદશાને કરી) તીક્ષ્ણ બુદ્ધિવાળો શુદ્ધ દષ્ટિ (અર્થાત્ શુદ્ધ દ્રવ્યાર્થિક ચક્ષુથી) પુરુષ ભજે છે (અર્થાત્ તે શુદ્ધ ભાવમાં હુંપણું કરે છે), તે પુરુષ પરમ શ્રીરૂપી કામિનીનો (મુક્તિસુંદરીનો) વલ્લભ બને છે.” અર્થાત્ જીવ શુદ્ધાત્મામાં એકત્વ કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં મોક્ષમાર્ગમાં પ્રવેશ પામીને અવશ્ય મુક્તિને પામે છે.
શ્લોક ૨૫ :- “એ રીતે પર ગુણપર્યાયો હોવા છતાં (અર્થાત્ આત્મા ઔદાયિક ભાવરૂપે પરિણમતો
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૩૦
સમ્યગ્દર્શનની રીત
હોવા છતાં અર્થાત્ આત્મા અશુદ્ધરૂપે પરિણમેલ હોવા છતાં), ઉત્તમ પુરુષોના હૃદયકમળમાં (અર્થાત્ મનમાં) કારણઆત્મા વિરાજે છે (અર્થાત્ પરમ પારિણામિક ભાવરૂપ કારણપરમાત્મા વિરાજે છે - લક્ષમાં રહે છે). પોતાથી ઉત્પન્ન એવા તે પરબ્રહ્મરૂપ સમયસારને – કે જેને તું ભજી રહ્યો છે (અર્થાત્ જેમાં તું ‘હુંપણું કરી રહ્યો છે, તેને, હે ભવ્યસાર્દૂલ (ભવ્યોત્તમ), તું શીધ્ર ભજ (માત્ર તેમાં જ ઉપયોગ રાખ), તું તે છે.” આચાર્ય ભગવંત કહે છે કે, “તું તે છે' અર્થાત્ તું માત્ર તેમાં જ હુંપણું (એકત્વ) કર, કે જે સમ્યગ્દર્શનનો વિષય છે અને તેનો જ અનુભવ થતાં સમ્યગ્દર્શન પ્રગટ થઈ જાય છે, તેથી કહે છે તું તે છે, આ જ સમ્યગ્દર્શનની રીત છે.
શ્લોક ૨૬ :- “જીવ–ક્વચિત્ સદ્ગણો સહિત વિલસે છે - દેખાય છે, ક્વચિત્ અશુદ્ધરૂપ ગુણો સહિત વિલસે છે (અર્થાત્ કોઈ જીવ પ્રગટ ગુણો સહિત જણાય છે અને કોઈના ગુણો અશુદ્ધરૂપે પરિણમેલ હોવાથી અશુદ્ધ ભાસે છે), ક્વચિત્ સહજ પર્યાયો સહિત વિલસે છે (અર્થાત્ કોઈ કાર્યસમયસારરૂપ પરિણમેલ હોય છે) અને ક્વચિત્ અશુદ્ધ પર્યાયો સહિત વિલસે છે (અર્થાત્ કોઈ જીવો સંસારમાં અશુદ્ધ પર્યાયો સહિત પરિણમેલા જણાય છે), આ બધાથી સહિત હોવા છતાં પણ (અર્થાત્ કોઈ પ્રગટભાવ શુદ્ધરૂપે છે અથવા કોઈ પ્રગટભાવ અશુદ્ધરૂપ હોવા છતાં, જે આ બધાથી રહિત છે (અર્થાત્ જે શુદ્ધ, અશુદ્ધ ભાવરૂપ જણાવેલ તમામ વિશેષભાવોથી રહિત છે અર્થાત્ ઔદેયિક, ઉપરામિક, ક્ષયોપથમિક અને ક્ષાયિકભાવોથી રહિત છે) એવા આ જીવત્વને (અર્થાત્ પરમ પરિણામિક ભાવરૂપ પરિણમતા શુદ્ધાત્મારૂપ કારણસમયસારને – કારણશુદ્ધ પર્યાયને) હું સકળ અર્થની સિદ્ધિ માટે સદા નમું છું, ભાવું છું. કારણ કે તે સમ્યગ્દર્શનનો વિષય છે અને તેથી તે ભાવમાં જ “હુંપણું કરતાં સમ્યગ્દર્શન પ્રગટે છે કે જેથી મોક્ષયાત્રાનો પ્રારંભ થાય છે અને કાળે કરી મોક્ષ થતાં જ સકળ અર્થની સિદ્ધિ થાય છે, આવો ભાવ આ ગાથામાં વ્યક્ત કરેલ છે.
શ્લોક ૩૦ :- “સકળ મોહરાગદ્વેષવાળો જે કોઈ પુરુષ પરમગુરુના ચરણકમળયુગલની સેવાના પ્રસાદથી (અર્થાત્ પરમગુરુ પાસેથી તત્ત્વ સમજીને) નિર્વિલ્પ સહજ સમયસારને (અર્થાત્ પરમ પારિણામિક ભાવરૂપ કારણસમયસારને) જાણે છે, તે પુરુષ પરમશ્રીરૂપી સુંદરીનો પ્રિયકાંત થાય છે.” અર્થાત્ આ કાળે આ નિર્વિકલ્પ સહજ સમયસારને જાણવાવાળાને પરમગુરુ કહ્યાં છે, કારણ કે આ કાળે સમ્યગ્દર્શનયુક્ત જીવો બહુ જ જૂજ હોય છે અને તેવા પરમગુરુના કહ્યા અનુસાર નિર્વિલ્પ સહજ સમયસારને જે જાણે છે અર્થાત્ અનુભવે છે તે સમ્યગ્દર્શનયુક્ત થઈને નિયમથી મુક્ત થાય છે.
લોક ૩૪ :- “(અમારા આત્મસ્વભાવમાં) વિભાવ અસ હોવાથી (અર્થાત્ અત્યારે ભલે અમારા આત્મામાં દેવિકભાવરૂપ વિભાવ હોય પરંતુ તે ક્ષણિક છે, તે ત્રણે કાળે રહેવાવાળો નથી, તેથી અસત્ છે) તેની અમને ચિંતા નથી; અમે તો હૃદયકમળમાં સ્થિત (અર્થાત્ મનમાં જે શુદ્ધ દ્રવ્યાર્થિક નયના
Page #136
--------------------------------------------------------------------------
________________
નિયમસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
૧૩૧
વિષયરૂપ સહજ સમયસારરૂપ મારું સ્વરૂપ છે તેમાં સ્થિત), સર્વ કર્મથી વિમુક્ત, શુદ્ધ આત્માને એકને સતત અનુભવીએ છીએ, કારણ કે અન્ય કોઈ પ્રકારે મુક્તિ નથી, નથી, નથી જ.” અર્થાત્ અન્ય કોઈ ભાવ ઉપાદેય નથી, અન્ય કોઈ ભાવ ભજવા જેવો નથી; એકમાત્ર શુદ્ધાત્માને ભજતા જ, અનુભવતા જ અને તેમાં જ સ્થિરતા કરતાં જ મુક્તિ સહજ જ છે અન્ય કોઈ રીતે નથી, નથી, નથી જ (ભાર આપવા ત્રણ વખત નથી કહ્યું છે).
ગાથા ૧૯ : અન્વયાર્થ :- “દ્રવ્યાર્થિક નયે જીવો પૂર્વકથિત પર્યાયોથી વ્યતિરિકત (રહિત) છે; પર્યાયનયે જીવો તે પર્યાયથી સંયુક્ત છે, આ રીતે જીવો બંને નયોથી સંયુક્ત છે.”
અર્થાત્ એક જ સંસારી જીવને જોવાની = અનુભવવાની દષ્ટિભેદે ભેદ છે, તે જીવમાં કોઈ ભાગ શુદ્ધ અથવા કોઈ ભાગ અશુદ્ધ એવું નથી. પરંતુ અપેક્ષાએ અર્થાત્ દ્રવ્યદષ્ટિએ અથવા પર્યાયદષ્ટિએ તે જ જીવ અનુક્રમે શુદ્ધ અથવા અશુદ્ધ ભાસે છે; આથી જે કાંઈ કરવાનું હોય, તો તે માત્ર દષ્ટિ બદલવાની છે, અન્ય કાંઈ નહિ.
શ્લોક ૩૬ : - “જેઓ બે નયોના સંબંધને નહિ ઉલ્લંઘતા થકા (અર્થાત્ કોઈ પણ વાત અપેક્ષાએ સમજવાવાળાં અર્થાત્ એકાંતે શુદ્ધ અથવા એકાંતે અશુદ્ધ કહેવાવાળાં-માનવાવાળાં એ બન્ને મિથ્યાત્વી, જ્યારે અપેક્ષાએ શુદ્ધ અને અપેક્ષાએ અશુદ્ધ માનવાવાળાં-કહેવાવાળાં નયોના સંબંધને નહિ ઉલ્લંધતા જીવો સમજવાં) પરમજિનના પાદપંકજયુગલમાં મત્ત થયેલા ભ્રમર સમાન છે (અર્થાત્ એવા જીવો પરમજિનરૂપ એવા પોતાના શુદ્ધાત્મામાં –પરમ પરિણામિક ભાવમાં - કારણસમયસારમાં – કારણશુદ્ધપર્યાયમાં મત્ત છે.) એવા જે પુરુષો તેઓ શીધ્ર સમયસારને (કાર્યસમયસારને) અવશ્ય પામે છે. પૃથ્વી ઉપર મતના કથનથી સજ્જનોને શું ફળ છે (અર્થાત્ જગતના જૈનેતર દર્શનોનાં મિથ્યા કથનોથી સજ્જનોને શો લાભ છે ?) અર્થાત્ જે કોઈ દર્શન આ શુદ્ધાત્મારૂપ કારણસમયસારને અન્ય કોઈ રીતે
અર્થાત્ એકાંતે શુદ્ધ સમજે છે અથવા એકાંતે અશુદ્ધ સમજે છે તે પણ જૈનેતર દર્શન જ છે અર્થાત્ મિથ્યાદર્શન જ છે.
હવે આગળ અમે ધ્યાનના વિષયમાં સંક્ષેપમાં જણાવીએ છીએ.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૩૨
સમ્યગ્દર્શનની રીત
૩૦ ધ્યાન વિશે
હવે આપણે થોડુંક ધ્યાન વિશે સમજીને પછી આગળ વધીએ. કોઈ પણ વસ્તુ-વ્યક્તિપરિસ્થિતિ આદિ ઉપર મનને એકાગ્રતાપૂર્વકનું ચિંતન ધ્યાન કહેવાય છે. આપણે અત્યાર સુધી જોયું કે d_k geAl$ dpMb S>d h sa સમાધિતંત્ર ગાથા રૂપમાં જણાવેલ છે કે, “જેનું મનરૂપી જલ રાગદ્વેષાદિ તરંગોથી ચંચલ થતું નથી, તે આત્માના યથાર્થ સ્વરૂપને દેખે છે – અનુભવે છે, તે આત્મતત્વને બીજો માણસ રાગદ્વેષાદિથી આકુલિત ચિત્તવાળો (મનવાળો) માણસ દેખી શક્તો નથી.” અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય તે પણ મન થકી જ ચિંતન થાય છે અને અતિન્દ્રિય સ્વાનુભૂતિ કાળે પણ તે ભાવમન જ અતિન્દ્રિય જ્ઞાનરૂપ પરિણમે છે.
તેથી કરીને મન ક્યા વિષય ઉપર ચિંતન કરે છે અથવા મન કયા વિષયોમાં એકાગ્રતા કરે છે તેના ઉપર જ બંધ અને મોક્ષનો આધાર છે. જેમ કે પરમાત્મપ્રકાશ-મોક્ષાધિકાર ગાથા ૧૪૦માં જણાવેલ છે કે, “પાંચ ઇન્દ્રિયોના સ્વામી મનને તમે વશમાં કરો, તે મનના વશ થવાથી તે પાંચ ઇન્દ્રિઓ વશમાં થઈ જાય છે. જેમ કે વૃક્ષના મૂળનો નાશ થતાં પાંદડાં નિશ્ચયથી સુકાઈ જાય છે. અર્થાત્ મન જ બંધનું કારણ છે અને મન જ મુક્તિનું કારણ છે.
આ વાત કોઈએ એકાંતે ન સમજવી, આ વાત અપેક્ષાએ કહેવામાં આવી છે; કારણ કે જે મન છે તે જ સમ્યગ્દર્શનનું નિમિત્ત કારણ છે અને બંધનું પણ નિમિત્ત કારણ છે એ અપેક્ષાએ વિવેકપૂર્વક આ વાત કહેવામાં આવી છે. જેમ કે પરમાત્મપ્રકાશ-મોક્ષાધિકાર ગાથા ૧૫૭માં જણાવેલ છે કે, “જેઓએ મનને શીધ્ર જ વશમાં કરીને પોતાના આત્માને પરમાત્મામાં ન મેળવ્યો (અર્થાત્ સ્વાત્માનુભૂતિ ન કરી), હે શિષ્ય ! જેઓની આવી શક્તિ નથી, તે યોગથી શું કરી શકે (અર્થાત્ તેવા જીવો અધ્યાત્મયોગથી સ્વાત્માનુભૂતિરૂપ ફાયદો લઈ શકતાં નથી.) ?” આ રીતે મોક્ષમાર્ગમાં મનનું ખૂબ જ મહત્ત્વ હોવાથી ઘણાં ગ્રંથોમાં ધ્યાન વિશે ઘણું બધું જણાવવામાં આવ્યું છે, પરંતુ અત્રે તેનો માત્ર થોડોક ઉલ્લેખ કરીને આપણે આગળ વધીશું.
ધ્યાન શુભ, અશુભ અને શુદ્ધરૂપ ત્રણ પ્રકારે હોય છે, તેના ચાર પ્રકાર છે : આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. આ ચાર પ્રકારના પણ પેટા પ્રકારો છે. મિથ્યાત્વી જીવોને
Page #138
--------------------------------------------------------------------------
________________
ધ્યાન વિશે
૧૩૩
આર્તધ્યાન અને રૌદ્રધ્યાન નામના બે અશુભ ધ્યાન સહજ જ હોય છે; કારણ કે તેવાં જ ધ્યાનનાં, તેઓને અનાદિના સંસ્કાર છે; છતાં તે પ્રયત્નપૂર્વક મનને અશુભમાં જતું અટકાવી શકે છે. તે મનને અશુભમાં જતું અટકાવવાની આવી રીતો છે. જેમ કે આત્મલક્ષે શાસ્ત્રોનો અભ્યાસ, આત્મસ્વરૂપનું ચિંતન, છ દ્રવ્યોરૂપ લોકનું ચિંતન, નવ તત્ત્વોનું ચિંતન, ભગવાનની આજ્ઞાનું ચિંતન, કર્મવિપાકનું ચિંતન, કર્મની વિચિત્રતાનું ચિંતન, લોકના સ્વરૂપનું ચિંતન વગેરે તે કરી શકે છે. આવું મિથ્યાત્વી જીવોનું ધ્યાન પણ શુભરૂપ ધર્મધ્યાન કહેવાય છે, નહિ કે શુદ્ધરૂપ ધર્મધ્યાન. તેથી તેને અપૂર્વ નિર્જરાનું કારણ માન્યું નથી, કારણ કે અપૂર્વ નિર્જરા માટે તે ધ્યાન સમ્યગ્દર્શન સહિત હોવું આવશ્યક છે અર્થાત્ શુદ્ધરૂપ ધર્મધ્યાન હોવું આવશ્યક છે. સમ્યગ્દષ્ટિને આ ઉપરાંત શુદ્ધાત્માનું ધ્યાન મુખ્ય હોય છે કે જેથી કરી તે ગુણશ્રેણી નિર્જરા દ્વારા ગુણસ્થાનક આરોહણ કરતાં કરતાં આગળ શુક્લધ્યાનરૂપ અગ્નિથી સર્વ ઘાતી કર્મોનો નાશ કરી, કેવલજ્ઞાન - કેવલદર્શન પ્રાપ્ત કરે છે અને કાળે કરી સિદ્ધત્વને પામે છે.
ધર્મધ્યાનના પેટાપ્રકારોરૂપ તમામ ધ્યાનના પ્રકારમાં આત્મા જ કેન્દ્રમાં છે જેથી કરીને કોઈ પણ સમ્મધ્યાન તેને જ કહેવાય કે જેમાં આત્મા જ કેન્દ્રમાં હોય અને આત્મપ્રાપ્તિ જ તેનું લક્ષ હોય. ઘણાં એવું માને છે કે આત્મજ્ઞાન અર્થાત્ સમ્યગ્દર્શન પ્લાન વગર થતું જ નથી, તો તેઓને અમે કહીએ છીએ કે ખરેખર સમ્યગ્દર્શન ભેદજ્ઞાન વગર થતું જ નથી, ધ્યાન વગર તો થાય છે. તેથી સમ્યગ્દર્શન માટેની આવશ્યકતા તે ધ્યાન નથી પરંતુ શાસ્ત્રોથી સારી રીતે નિર્ણય કરેલ તત્ત્વનું જ્ઞાન અને સમ્યગ્દર્શનના વિષયનું જ્ઞાન અને તે જ્ઞાન થયા બાદ યથાર્થ ભેદજ્ઞાન થતાં જ પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્મામાં હુંપણું થતાં (‘સોહં થતાં) જ સ્વાત્માનુભૂતિપૂર્વક સમ્યગ્દર્શન પ્રગટે છે; તેથી આગ્રહ ધ્યાનનો નહિ પરંતુ યથાર્થ તત્ત્વનિર્ણયનો અને યોગ્યતાનો રાખવો આવશ્યક છે અને તે જ કરવા યોગ્ય છે.
મોક્ષપાહુડમાં પણ ધ્યાન વિશે જણાવ્યું છે કે :
ગાથા ૨૦ : અર્થ :- “યોગી-ધ્યાની-મુનિ છે, તે જિનવર ભગવાનના મત મુજબ શુદ્ધાત્માના ધ્યાનમાં લાગે છે (અર્થાત્ એકમાત્ર શુદ્ધાત્માનું જ ધ્યાન કરવા યોગ્ય છે, તે જ ઉત્તમ છે અને તેના ધ્યાનના કારણે જ યોગી કહેવાય છે), તેથી નિર્વાણને પ્રાપ્ત કરે છે, તો તે શું સ્વર્ગલોકને પ્રાપ્ત ન કરી શકે ? અવશ્ય પ્રાપ્ત કરી શકે.”
અર્થાત્ અનેક લોકો સ્વર્ગની પ્રાપ્તિ માટે નાના (અનેક) પ્રકારના અનેક ઉપાયો કરતા જોવામાં આવે છે, તો એ ઉપાયોથી કદાચિત ક્ષણિક સ્વર્ગ પ્રાપ્ત થાય અથવા ન પણ થાય, પરંતુ પરંપરાએ તો તેને અનંત સંસાર જ મળે છે; જ્યારે શુદ્ધાત્માનો અનુભવ અને ધ્યાનથી મુક્તિ મળે છે અને મુક્તિ ન મળે ત્યાં સુધી સ્વર્ગ અને સ્વર્ગ જેવું જ સુખ હોય છે. તેથી સર્વે જનોએ શુદ્ધાત્માનું જ ધ્યાન કરવા યોગ્ય છે કે જે મુક્તિનો માર્ગ છે અને તે માર્ગમાં સ્વર્ગ તો સહજ જ મળે છે, તેની માગણી નથી હોતી એમ જણાવ્યું છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૪
સમ્યગ્દર્શનની રીત
અન્ય મતિના ધ્યાન, જેવાં કે કોઈ એક બિંદુ ઉપર એકાગ્રતા કરાવે, તો કોઈ શ્વાસોશ્વાસ ઉપર એકાગ્રતા કરાવે અથવા તો અન્ય કોઈ રીતે, પણ જેનાથી દેહાધ્યાસ જ દૃઢ થતો હોય એવાં કોઈ પણ ધ્યાન ખરેખર તો આર્તધ્યાનરૂપ જ છે. આવા ધ્યાનથી મનને થોડીક શાંતિ મળતી હોવાથી લોકો છેતરાઈ જાય છે અને તેને જ સાચું ધ્યાન માનવા લાગે છે. બીજું, શ્વાસોશ્વાસ જોવાથી અને તેનો સારો અભ્યાસ હોય, તેને કષાયનો ઉદ્ભવ થાય તેની જાણ થવાં છતાં, પોતે કોણ છે એનું સ્વાત્માનુભૂતિ પૂર્વકનું જ્ઞાન નહિ હોવાથી, આવા બધાં જ ધ્યાનો આર્તધ્યાનરૂપ જ પરિણમે છે. તે આર્તધ્યાનનું ફળ છે તિર્યંચગતિ, જ્યારે ક્રોધ, માન, માયા-કપટરૂપ ધ્યાન તે રૌદ્રધ્યાન છે અને તેનું ફળ છે નરકગતિ. ધર્મધ્યાનના પેટાપ્રકારોમાં આત્મા જ કેન્દ્રમાં હોવાથી જ તેને સમ્યક્બાન કહેવાય છે.
જ
મનને ચકાસવા માટે પોતાને શું ગમે છે ? તે ચકાસવું, આ છે આત્મપ્રાપ્તિનું બેરોમીટર થરમોમીટર. આ પ્રશ્નનો ઉત્તર ચિંતવવો. જ્યાં સુધી ઉત્તરમાં કોઈ પણ સાંસારિક ઇચ્છા/આકાંક્ષા હોય ત્યાં સુધી પોતાની ગતિ સંસાર તરફની સમજવી અને જ્યારે ઉત્તર – એકમાત્ર આત્મપ્રાપ્તિ એવો હોય, તો સમજવું કે આપના સંસારનો કિનારો બહુ નજીક આવી ગયેલ છે; માટે તે માટેનો પુરુષાર્થ વધારવો. આગળ અમે સાધકને મોક્ષમાર્ગની સાધના માટે આવશ્યક વાતો જણાવીએ છીએ.
2
Page #140
--------------------------------------------------------------------------
________________
૩૧
સાધકને સલાહ
૧૩૫
સાધક આત્માએ સૌપ્રથમ તો પોતાનું લક્ષ દુનિયા ઉપરથી હટાવીને ‘‘હું અને કર્મો’’ આટલું જરૂર સમજી લેવા જેવું છે; કારણ કે અનાદિથી જે મારી રખડપટ્ટી ચાલે છે તે કર્મોને કારણે જ છે. તે કર્મો કાંઈ માત્ર પુદ્ગલરૂપ નથી, તે કર્મો એટલે મારા જ પૂર્વે કરેલા ભાવો છે કે જેનાં નિમિત્તે તે પુદ્ગલો કર્મરૂપે પરિણમેલ છે. તેથી સમજવાનું એ છે કે મને જો કોઈએ સૌથી અધિક દુ:ખી કર્યો હોય તો તે માત્ર ને માત્ર ‘હું’ જ છું, અર્થાત્ તે માત્ર મારા જ પૂર્વે કરેલા ભાવો છે કે જેના નિમિત્તે, પુદ્ગલ કર્મરૂપ થયા. અને તે પુદ્ગલરૂપ કર્મોનો ઉદય થતાં જ હું તેના નિમિત્તે પરિણમીને દુ:ખી થયો.
જો વ્યવસ્થા આવી જ હોય તો હું એમ કેમ વિચારી શકું કે કોઈ અન્ય વ્યક્તિએ મને દુ:ખી કર્યો અથવા મારું અહિત કર્યું. કારણ આવું વિચારતાં જ તે વ્યક્તિ સાથેના સાંકળરૂપ સંબંધમાં એક નવી કડી ઉમેરાય છે અને મારાં નવાં કર્મો બંધાય છે કે જેના ઉદય વખતે ફરીથી આવી જ રીતે નવાં કર્મો બંધાવાની સંભાવના ઊભી જ રહેશે, આવાં અનુબંધને જ અનંતાનુબંધી કષાય કહેવાય છે.
બીજાંના દોષ જોવાથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય છે, તે ન થાય તેના માટે સાધક જીવે દુ:ખ કાળે પૂર્વે જણાવેલ તે ધન્યવાદ ! સુસ્વાગતમ! (Thank you ! Welcome! ) ની અંતર્ગત એવું વિચારવું કે, ‘અહો ! મેં આવું દુષ્કૃત્ય પૂર્વે કર્યું હતું ? તો તે માટે મારા મિચ્છામિ દુક્કડમ ! (આ છે પ્રતિક્રમણ) તે માટે હું પસ્તાવાપૂર્વક મારી નિંદા કરું છું અને હવે પછીથી હું આવા ભાવ ક્યારેય નહિ કરું એવી પ્રતિજ્ઞા (પચ્ચકખાણ) કરું છું (આ છે પ્રત્યાખ્યાન) અને જે વ્યક્તિ મને મારાં આવા ભાવોથી (કર્મોથી) છોડાવવામાં નિમિત્ત થયા છે, તે મારા પરમ ઉપકારી છે તેથી તે ધન્યવાદને પાત્ર છે.’ આવું વિચારતાં તે વ્યક્તિ પ્રત્યે નહિ રોષ આવે કે નહિ અભાવ આવે, આવશે તો માત્ર કૃતજ્ઞતા આવશે. અને હું આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બચીને શુભભાવરૂપ ધર્મધ્યાનમાં સ્થિત રહેવાથી એક તો તે વ્યક્તિ સાથેની સાંકળ તૂટી જશે (વેર છૂટી જશે) અને નવાં દુ:ખદાયક કર્મોનો બંધ અટકી જશે. જેથી કરીને મુમુક્ષુ જીવે આવું જ વિચારવું અને પોતાને તથા સર્વેને માત્ર શુદ્ધાત્મા જોવારૂપ (જેમ પૂર્વે અપેક્ષાએ સમજાવ્યો છે એવો, એકાંત નહિ) ભાવમાં રહીને તત્ત્વનો નિર્ણય અને સમ્યગ્દર્શન જ કરવા યોગ્ય છે.
અત્રે કોઈ કહે કે આપ તો શુભની વાત કરી રહ્યા છો ? તેઓને અમે કહીએ છીએ કે કોઈ પણ જીવ નિરંતર કોઈ ને કોઈ (શુભ અથવા અશુભ) ધ્યાન/ભાવ કરીને અનંતાનંત કર્મોથી બંધાઈ જ રહ્યો
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૬
સમ્યગ્દર્શનની રીત
છે અને જે તે પ્રયત્નપૂર્વક આત્મલક્ષે શુભમાં નહીં રહે, તો નિયમથી અશુભમાં જ રહેશે કે જેનું ફળ નરકગતિ તથા અનંત કાળની તિર્યંચગતિ છે; જ્યારે એકમાત્ર આત્મલક્ષે જે જીવ શુભમાં પ્રયત્નપૂર્વક રહે છે, તેને મનુષ્યગતિ, દેવ, શાસ્ત્ર, ગુરુ તથા કેવળી પ્રરૂપિત જિનધર્મ વગેરે મળવાની સંભાવનાઓ ઊભી રહે છે અને તેના કલ્યાણના દરવાજા ખુલ્લા રહે છે અને તેથી જ અર્થાત્ તે જ અપેક્ષાએ અમે આત્મલક્ષે શુભમાં રહેવા કહીએ છીએ. પરંતુ તેમાં એકમાત્ર લક્ષ આત્મપ્રાપ્તિ જ હોવું જોઈએ, અન્યથા શુભભાવ પણ અશુભભાવની જેમ જ જીવને બાંધે છે અને અનંત સંસારમાં રખડાવે છે, અનંત દુઃખોનું કારણ બને છે.
કોઈ એમ માને કે મુમુક્ષુ જીવને યોગ્યતા પોતાને એના કાળે થઈ જશે, તેના માટે પ્રયત્નની જરૂર નથી; તો તેઓને અમે પ્રશ્ન કરીએ છીએ કે આપ જીવનમાં પૈસો, પ્રતિષ્ઠા, પરિવાર વગેરે માટે પ્રયત્ન કરો છો? કે પછી આપ કહો છો કે તે એના કાળે આવી જશે, બોલો આવી જશે? તો ઉત્તર અપેક્ષિત જ મળે છે કે અમો તેના માટે પ્રયત્ન કરીએ છીએ. તો અમે પ્રશ્ન કરીએ છીએ કે જે વસ્તુ અથવા સંયોગો કર્મો અનુસાર આપમેળે આવીને મળવાના છે તેના માટે આપ ખૂબ જ પ્રયત્ન કરો છો, પરંતુ જે આત્માના ઘરનો છે એવો પુરુષાર્થ અર્થાત્ પ્રયત્નપૂર્વક આત્માના ઉદ્ધાર માટે ઉપર જણાવેલ તથા અન્ય આચરણો જીવનમાં કરવામાં ઉપેક્ષા સેવો છો, તો આપ જૈન સિદ્ધાંતની અપેક્ષા ન સમજતાં તેને અન્યથા જ સમજ્યા છો એવું જ કહેવું પડશે. કારણ કે જૈન સિદ્ધાંત અનુસાર કોઈ પણ કાર્ય થવા માટે પાંચ સમવાયનું હોવું આવશ્યક છે અને તેમાં આત્મસ્વભાવમાં પુરુષાર્થ એ ઉપાદાન કારણ હોઈને જે આપ તેની અવગણના કરી માત્ર નિમિત્તની રાહ જોતાં બેસી રહેશો અથવા નિયતિ સામે જોઈ બેસી રહેશો તો આત્મપ્રાપ્તિ થવી અત્યંત કઠિન છે. તેથી કરીને મુમુક્ષુ જીવે પોતાનો પુરુષાર્થ અધિકમાં અધિક આત્મધર્મ ક્ષેત્રે પ્રવર્તાવવો આવશ્યક છે અને થોડોક (અલ્પ) જ કાળ જીવનની જરૂરિયાતોને અજીત કરવામાં નાંખવો તે પ્રથમ આવશ્યકતા છે.
જેમ આત્માનુશાસન ગાથા ૭૮માં જણાવેલ છે કે, “હે જીવ! આત્મકલ્યાણને અર્થે કંઈક યત્ન કર ! કર ! કેમ શઠ થઈ પ્રમાદી બની રહે છે? જ્યારે એ કાળ પોતાની તીવ્ર ગતિથી આવી પહોંચશે, ત્યારે યત્ન કરવા છતાં પણ તે રોકાશે નહીં એમ તું નિશ્ચય સમજ. ક્યારે, ક્યાંથી અને કેવી રીતે એ કાળ અચાનક આવી ચડશે, તેની પણ કોઈને ખબર નથી. એ દુષ્ટ યમરાજ જીવને કાંઈ પણ સૂચના પહોંચાડ્યા સિવાય એકાએક હુમલો કરે છે તેનો કંઈક તો ખ્યાલ કર. કાળની અપ્રહત અરોક ગતિ આગળ મંત્ર-તંત્ર અને ઔષધાદિ સર્વ સાધન વ્યર્થ છે.” અર્થાત્ આત્મકલ્યાણને અર્થે જ સર્વ પુરુષાર્થ આદરવો.
આગળ આત્માનુશાસન ગાથા ૧૯૬માં પણ જણાવેલ છે કે, “અહો! જગતમાં મૂર્ખ જીવોને શું મુશ્કેલ છે? તેઓ જે અનર્થ કરે તેનું આશ્ચર્ય નથી, પણ ન કરે તે જ ખરેખર આશ્ચર્ય છે. શરીરને પ્રતિદિન પોષે છે, સાથે સાથે વિષયોને પણ તેઓ સેવે છે. તે મુર્ખ જીવોને કાંઈ પણ વિવેક નથી કે વિષપાન કરી અમરત્વ ઈચ્છે છે ! સુખ વાંછે છે ! અવિવેકી જીવોને કાંઈ પણ વિવેક કે પાપનો ભય નથી. તેમ વિચાર પણ નથી........”
Page #142
--------------------------------------------------------------------------
________________
સાધકને સલાહ
જ
અમે જ્યારે પાપત્યાગ વિશે જણાવીએ છીએ, ત્યારે કોઈ એમ પૂછે છે કે રાત્રિભોજન ત્યાગ વગેરે વ્રતો અથવા પ્રતિમાઓ તો સમ્યગ્દર્શન બાદ જ હોય છે, તો અમોને તે રાત્રિભોજનનો શો દોષ લાગે ? તો તેઓને અમારો ઉત્તર હોય છે કે, રાત્રિભોજનનો દોષ સમ્યગ્દષ્ટિ કરતાં મિથ્યાદષ્ટિને અધિક જ લાગે છે; કારણ કે મિથ્યાદષ્ટિ તેને રાચી-માચીને સેવતો (કરતો) હોય છે જ્યારે સમ્યગ્દષ્ટિ તો આવશ્યક ન હોય, અનિવાર્યતા ન હોય, તો આવા દોષોનું સેવન જ નથી કરતો અને જો કોઈ કાળે આવા દોષોનું સેવન કરે છે તો પણ ભીરુ ભાવે અને રોગના ઔષધ તરીકે કરે છે, નહિ કે આનંદથી અથવા સ્વચ્છંદે. કારણ કે સમ્યગ્દષ્ટિ જીવને તો ભોજન કરવું પડે છે તે પણ મજબૂરીરૂપ લાગે છે, રોગરૂપ લાગે છે અને તેનાથી ત્વરાએ છૂટકારો જ ઇચ્છે છે.
૧૩૭
આથી કોઈ પણ પ્રકારનો છળ કોઈએ ધર્મશાસ્ત્રોમાંથી ગ્રહણ ન કરવો. કારણ કે ધર્મશાસ્ત્રોમાં દરેક વાતો અપેક્ષાએ હોય છે, તેથી કરીને વ્રતો અને પ્રતિમાઓ પાંચમા ગુણસ્થાનકે કહી છે, તેનો અર્થ એવો ન કાઢવો કે અન્ય કોઈ નિમ્ન ભૂમિકાવાળાઓ તેને અભ્યાસ અર્થે અથવા તો પાપથી બચવા ગ્રહણ ન કરી શકે. બલ્કે સૌએ અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય જ છે; કારણ કે જેને દુઃખ પ્રિય નથી એવાં જીવો દુઃખના કારણરૂપ પાપો કેવી રીતે આચરી શકે ? અર્થાત્ ન જ આચરી શકે.
ન
માત્ર સમજવાની વાત એટલી જ છે કે સમ્યગ્દર્શન પહેલાંના અણુવ્રતી અથવા તો મહાવ્રતી એ પોતાને અનુક્રમે પાંચમા અથવા છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે ન સમજતાં (માનતાં) માત્ર આત્માર્થે (અર્થાત્ આત્માની પ્રાપ્તિ અર્થે) અભ્યાસરૂપ ગ્રહણ કરેલ અણુવ્રતી અથવા મહાવ્રતી સમજવાં (માનવાં) અને લોકોને પણ તેમ જ જણાવવું, કે જેથી લોકોને છેતરવાનો દોષ પણ નહિ લાગે.
તેથી શાસ્ત્રમાંથી કોઈ પણ પ્રકારનું છળ અથવા વિપરીત અર્થાત્ છેતરામણી વાત ગ્રહણ ન કરવી, પરંતુ તેને યથાર્થ અપેક્ષાએ સમજવું દરેક મુમુક્ષુ માટે અત્યંત આવશ્યક છે; કારણ કે દરેક શાસ્ત્રમાં સ્પષ્ટ કહેવામાં આવેલ છે કે પડવાનો અર્થાત્ નીચલા દરજ્જે જવાનો તો કોઈ ઉપદેશ આપે જ નહીંને ? ઉપદેશ તો માત્ર ઉપર ચઢવા માટે જ છે અર્થાત્ કોઈ પહેલાં ગુણસ્થાનકવાળો વ્રતી હોય તો તેને વ્રત છોડવા નથી જણાવ્યું, પરંતુ તેને અનુકૂળ ગુણસ્થાનક પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરેલ છે; તેને અન્યથા ગ્રહણ કરી વ્રત-પચ્ચક્ખાણ છોડી દેવા નહિ, તે તો મહા અનર્થનું કારણ છે. તો એવો કોઈ આચાર્ય ભગવંત ઉપદેશ આપે જ નહિને ? અર્થાત્ કોઈ જ ન આપે, પરંતુ આ તો માત્ર આજના કાળના માનવીની વક્રતા જ છે કે તે તેને વિપરીત રૂપે ગ્રહણ કરે છે. આ જ રીતે અનાદિથી આપણે ધર્મને વિપરીત રૂપે ગ્રહણ કરતાં આવ્યા છીએ અને માટે જ અનાદિથી રખડીએ છીએ.
હવે તો બસ થાઓ ! બસ થાઓ ! આવી વિપરીત પ્રરૂપણા. જેમ કે પુરુષાર્થસિદ્ધિ-ઉપાય ગાથા ૫૦માં પણ કહ્યું છે કે, ‘“જે જીવ યથાર્થ નિશ્ચય સ્વરૂપને જાણ્યા વિના (અર્થાત્ સમ્યગ્દર્શનને પામ્યા
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૮
સમ્યગ્દર્શનની રીત
વિના) તેને જ (અર્થાત્ તેને જ માત્ર શબ્દરૂપે ગ્રહણ કરીને) નિશ્ચય શ્રદ્ધાથી અંગીકાર કરે છે. તે મૂર્ખ બાહ્ય ક્રિયામાં આળસુ છે અને બાહ્યક્રિયારૂપ આચરણનો નાશ કરે છે.”
ઘણાં સાધકોને પ્રશ્ન થાય છે કે અમને તત્ત્વના અભ્યાસ છતાં આત્માનો અનુભવ કેમ થતો નથી ? અર્થાત્ સમ્યગ્દર્શન કેમ થતું નથી ? તેઓને અમારો ઉત્તર છે કે, જેમ યોગ્ય કારણ આપ્યા વગર કોઈ પણ કાર્ય થતું નથી તેમ વૈરાગ્ય આવ્યા વગર અર્થાત્ ભવરોગથી ત્રાસ લાગ્યા વગર, સુખની આકાંક્ષા છોડ્યા વગર, કોઈ પણ નયનો પક્ષ અથવા સાંપ્રદાયિક માન્યતાનો આગ્રહ છોડ્યા વગર અને તત્ત્વને વિપરીત રૂપે ગ્રહણ કરીને સ્વાત્માનુભૂતિ અર્થાત્ સમ્યગ્દર્શન પ્રાપ્ત થવું અતિ વિકટ છે; તેથી સર્વે સાધકોને અમારી વિનંતિ છે કે આપ યોગ્ય કારણ આપો અર્થાત્ વૈરાગ્યરૂપ યોગ્યતા કેળવો અને પક્ષ-આગ્રહ છોડીને તત્ત્વનો યથાર્થ નિર્ણય કરશો, તો સમ્યગ્દર્શનરૂપ કાર્ય અવશ્ય થશે જ એવો અમારો અભિપ્રાય છે.
બીજું, ઘણાં સાધકોનો પ્રશ્ન હોય છે કે તમને આત્માનો અનુભવ થયો ત્યારે શું થયેલ ? અર્થાત્ આત્માના અનુભવ કાળે શું થાય ? તેઓને અમારો ઉત્તર છે કે, સ્વાત્માનુભૂતિ કાળે શરીરથી ભિન્ન એવો સિદ્ધસદશ આત્માનો અનુભવ થાય, જેમાં શરીરના કોઈ પણ જાતનો અનુભવ ન હોય. જેમ કે ઘણાં સાધકો અમને પ્રશ્ન કરતાં હોય છે કે અમને પ્રકાશમય આત્માનો અનુભવ થયો અથવા કોઈ કહે છે કે અમે એકદમ હળવાફૂલ જેવાં થઈ ગયાં હોઈએ તેવો અનુભવ થયો અથવા કોઈ કહે છે કે અમે રોમાંચિત થઈ ગયા, વગેરે. તો આવા સાધકોને અમે જણાવીએ છીએ કે, આવા ભ્રમોથી છેતરાવા જેવું નથી; કારણ કે સ્વાત્માનુભૂતિ કાળે શરીરનો કોઈ પણ જાતનો અનુભવ હોતો જ નથી માત્ર સિદ્ધસદશ આત્માનો જ અનુભવ હોય છે અર્થાત્ અંશે સિદ્ધસદશ આનંદનો અનુભવ હોય છે અર્થાત્ અંશે સિદ્ધત્વનો જ અનુભવ હોય છે અને પછી આત્મા બાબત કોઈ પણ પ્રશ્ન રહેતો જ નથી એટલો સ્પષ્ટ અનુભવ હોય છે. અર્થાત્ સ્વાત્માનુભૂતિ બાદ શરીરથી ભેદજ્ઞાન વર્તતું હોય છે, દા.ત. સ્વાત્માનુભૂતિ બાદ આપ દર્પણની સામે જ્યારે પણ જાઓ ત્યારે આપ કોઈ ત્રાહિત વ્યક્તિને નિહાળતા હો એવો ભાવ આવે છે.
કોઈને એમ પણ પ્રશ્ન થાય છે કે, આપના ગુરુ કોણ છે ? ઉત્તર : અમારા ગુરુ ભગવાન મહાવીરસ્વામી છે, જેમની દિવ્યધ્વનિ અમને શાસ્ત્રરૂપે પ્રાપ્ત થઈ, તેનાથી અમને સત્યની પ્રાપ્તિ થઈ અર્થાત સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું. એના સિવાય અમે બીજા અનેક લોકો પાસેથી થોડી થોડી વાતો અવશ્ય શીખ્યા છીએ, તેમના પણ અમે આભારી છીએ.
સમ્યગ્દર્શનને પામ્યા બાદ, પ્રવચનસાર ગાથા ૨૦૨ અનુસાર, સમ્યગ્દષ્ટિ જીવનો વિકાસક્રમ આવો હોય છે - “સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જાણે છે - અનુભવે છે, અન્ય સમસ્ત વ્યવહારભાવોથી પોતાને ભિન્ન જાણે છે. જ્યારથી તેને સ્વ-પરના વિવેકરૂપ ભેદવિજ્ઞાન પ્રગટ થયું હતું ત્યારથી જ તે સકલ વિભાવભાવોનો ત્યાગ કરી ચૂક્યો છે અને ત્યારથી જ એણે ટંકોત્કીર્ણ નિજભાવ
Page #144
--------------------------------------------------------------------------
________________
સાધકને સલાહ
૧૩૯
અંગીકાર કર્યો છે. તેથી તેને નથી કાંઈ ત્યાગવાનું રહ્યું કે નથી કાંઈ ગ્રહવાનું – અંગીકાર કરવાનું રહ્યું. સ્વભાવદષ્ટિની અપેક્ષાએ આમ હોવા છતાં, પર્યાયમાં તે પૂર્વબદ્ધ કર્મોના ઉદયના નિમિત્તે અનેક પ્રકારના વિભાવભાવો રૂપે પરિણમે છે. એ વિભાવપરિણતિ નહિ છૂટતી દેખીને તે આકુળવ્યાકુળ પણ થતો નથી તેમ જ સમસ્ત વિભાવપરિણતિને ટાળવાનો પુરુષાર્થ કર્યા વિના પણ રહેતો નથી. સકલ વિભાવપરિણતિરહિત સ્વભાવદષ્ટિના જોરરૂપ પુરુષાર્થથી ગુણસ્થાનોની પરિપાટીના સામાન્ય ક્રમ અનુસાર તેને પહેલા અશુભ પરિણતિની હાનિ થાય છે અને પછી ધીમે ધીમે શુભ પરિણતિ પણ છૂટતી જાય છે. આમ હોવાથી તે શુભ રાગના ઉદયની ભૂમિકામાં ગ્રહવાસનો અને કુટુંબનો ત્યાગી થઈ વ્યવહારરત્નત્રયરૂપ પંચાચારોને અંગીકાર કરે છે. જો કે જ્ઞાનભાવથી તે સમસ્ત શુભાશુભ ક્રિયાઓનો ત્યાગી છે, તો પણ પર્યાયમાં શુભ રાગ નહિ. છૂટતો હોવાથી તે પૂર્વોક્ત રીતે પંચાચારને ગ્રહણ કરે છે.'
જે ધર્મમાં (અર્થાત્ જૈન સિદ્ધાંતમાં) “સર્વ જીવો સ્વભાવથી સિદ્ધ સમાન જ છે” એમ કહ્યું હોય તેથી સર્વ જીવોને પોતાના સમાન જ જોતાં, ક્યાંય વેરવિરોધને અવકાશ જ ક્યાંથી હોય ? અર્થાત્ વિશ્વમૈત્રીની ભાવના જ હોય. અને તેવા ધર્મમાં ધર્મના જ નામે વેરવિરોધ અને ઝઘડા થાય, તો તેમાં સમજવું કે અવશ્ય આપણે ધર્મનું હાર્દ સમજ્યા જ નથી, માટે ક્યાંય ધર્મ અર્થે વેરવિરોધ કે ઝઘડા ન હોય. કારણ કે ધર્મ દરેકની સમજણ અનુસાર દરેકને પરિણમવાનો અને તેથી તેમાં મતભેદ અવશ્ય રહેવાના જ, પરંતુ તે મત-ભેદને મત-ભેદથી અધિક, કોઈ રાગદ્વેષના કારણરૂપ વેરવિરોધ અને ઝઘડાનું રૂપ આપવું તે, તે જ ધર્મ માટે મૃત્યુઘંટ સમાન છે.
આથી અમો તો સર્વેને એક જ વાત જણાવીએ છીએ કે ધર્મને નામે આવાં વેરવિરોધ અને ઝઘડાઓ હોય, તો તેને ખતમ કરી દેવા અને સર્વે જનોએ પોતાના મનમાંથી પણ કાઢી નાંખવા, અન્યથા તે વેરવિરોધ અને ઝઘડાઓ આપને મોક્ષ તો દૂર, અનંત સંસારનું જ કારણ બનશે. તેથી જેને જે વેરવિરોધ હોય તે ક્ષમાવી દેવો જ હિતાવહ છે અને ભૂલી જવો જ હિતાવહ છે અને તેમાં જ જિનધર્મનું હિત સમાયેલું છે. કારણ કે આવો વેરવિરોધ અને ઝઘડા પણ ધર્મને વિપરીત રૂપે ગ્રહણ કરેલ છે તેનું જ ફળ છે, અન્યથા જેણે ધર્મ સમ્યકરૂપે ગ્રહણ કરેલ હોય તેના મનમાં વેરવિરોધ કેમ ઊઠે ? અર્થાત્ માત્ર કરુણા જ જન્મે, નહિ કે વેરવિરોધ અથવા ઝઘડા, આ સમજવાની વાત છે અને તેથી સર્વે જનોએ ધર્મ નિમિત્તના વેરવિરોધ અથવા ઝઘડા ભૂલીને સત્ય ધર્મનો ફેલાવો કરવા જેવો છે એમ અમારું માનવું છે.
હવે અમે નિયમસાર અનુસાર સમ્યગ્દર્શન અને સમ્મધ્યાનનો વિષય બતાવીએ છીએ.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૪૦
સમ્યગ્દર્શનની રીત
૩૨
નિયમસાર અનુસાર ધ્યાન અને સમ્યગ્દર્શનનો વિષય
આગળ આપણે નિયમસારની ગાથાઓ તથા શ્લોકો જોઈશું કે જેમાં સમ્યગ્દર્શનનો વિષય અને સમ્યગ્દષ્ટિનાં ધ્યાનનો વિષય, ઠરવાનો વિષય જણાવેલ છે.
-
ગાથા ૩૮ : અન્વયાર્થ ‘‘જીવાદિ બાહ્ય તત્ત્વ હેય છે; કર્મોપાધિજનિત ગુણપર્યાયોથી વ્યતિરિક્ત આત્મા આત્માને ઉપાદેય છે.’’ અત્રે જે જીવાદિ વિશેષરૂપ (અર્થાત્ પર્યાયરૂપ) તત્ત્વો હેય કહ્યાં છે અર્થાત્ કર્મોના નિમિત્તે થયેલ જીવના વિશેષભાવો(અર્થાત્ વિભાવપર્યાયો)ને હેયરૂપ જણાવેલ છે તેનો અર્થ એવો છે કે તે ભાવોમાં સમ્યગ્દર્શન માટે ‘હુંપણું’ નથી કરવાનું તે અપેક્ષાએ તે હેયરૂપ છે. જ્યારે તે પર્યાયો (અર્થાત્ પૂર્ણ દ્રવ્ય)માં છુપાયેલ સામાન્યભાવ અર્થાત્ પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા સમ્યગ્દર્શનનો વિષય હોવાથી આત્માને ઉપાદેય છે, તેમાં જ ‘હુંપણું’ કરવા યોગ્ય છે. કારણ કે તે ત્રિકાળી શુદ્ધભાવ છે અને શુદ્ધ દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી આત્મા માત્ર તેટલો જ છે અને તેવો જ (શુદ્ધ જ) છે. તેથી આ શુદ્ધાત્મા સિવાયના તમામ ભાવો જીવમાં જ થતાં હોવાં છતાં, તે અન્યના લક્ષે થતાં હોવાથી, તેમાં સમ્યગ્દર્શનના અર્થે ‘હુંપણું’ (એકત્વ) કરવા જેવું નથી તેથી તે અપેક્ષાએ તેઓ જીવના ભાવ જ નથી તેમ પૂર્વે જણાવેલ છે, તે જ ભાવ આગળ ગાથામાં દર્શાવ્યો છે.
શ્લોક ૬૦ :- ‘‘સતતપણે અખંડ જ્ઞાનની (અર્થાત્ જે જ્ઞાન વિકલ્પવાળું છે તે ખંડ ખંડ છે તેથી તે જ્ઞાનાકારોને ગૌણ કરતાં જ અખંડ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને તે જ પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા કહેવાય છે.) સદ્ભાવનાવાળો આત્મા (અર્થાત્ ‘‘હું અખંડ જ્ઞાન છું’’ એવી સાચી ભાવના જેને નિરંતર વર્તે છે તે આત્મા) સંસારના ઘોર વિક્લ્પને પામતો નથી, પરંતુ નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો પરપરિણતિથી દૂર, અનુપમ, અનઘ (દોષરહિત, નિષ્પાપ, મળરહિત) ચિન્માત્રને (ચૈતન્યમાત્ર આત્માને) પામે છે.’’ અર્થાત્ તે જીવ સમ્યગ્દર્શન પામે છે; તે જીવ આત્મજ્ઞાની થાય છે.
ગાથા ૪૩ : અન્વયાર્થ :- ‘‘આત્મા (પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા) નિર્દંડ, નિર્દે, નિર્મમ, નિઃશરીર, નિરાલંબ, નિરાગ, નિર્દોષ, નિર્મૂઢ અને નિર્ભય છે.’’
શ્લોક ૬૪ :- ‘‘જે આત્મા ભવ્યતા વડે પ્રેરિત હોય, તે આત્મા ભવથી વિમુક્ત થવા (અર્થાત્
Page #146
--------------------------------------------------------------------------
________________
નિયમસાર અનુસાર ધ્યાન અને સમ્યગ્દર્શનનો વિષય
સમ્યગ્દષ્ટિ થવા અને મોક્ષમાર્ગમાં આગળ વધવા) અર્થે નિરંતર આ આત્માને (અર્થાત્ ઉપર જણાવેલ શુદ્ધાત્માને) ભજો કે જે (આત્મા) અનુપમ જ્ઞાનને આધિન છે, જે સહજ ગુણમણિની ખાણ છે, જે (સર્વ) તત્ત્વોમાં સાર છે અને જે નિજ પરિણતિના સુખસાગરમાં મગ્ન થાય છે.’’
૧૪૧
શ્લોક ૬૬ :- ‘‘જે અનાકુળ છે, અચ્યુત છે, જન્મ-મૃત્યુ-રોગાદિરહિત છે, સહજ નિર્મળ સુખામૃતમય છે, તે સમયસારને (અર્થાત્ પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા કે જેને કારણસમયસાર અથવા કારણશુદ્ધ પર્યાય પણ કહેવાય છે તેને) હું સમરસ (અર્થાત્ તેમાં જ એકરસ થઈને, તેમાં જ એકત્વ કરીને) વડે સદા પૂજું છું.'' અર્થાત્ હું સદા સમયસારરૂપ-પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્માની જ ભાવના ભાવું છું.
ગાથા ૪૪ : અન્વયાર્થ :- ‘‘આત્મા (શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય એવો શુદ્ધાત્મા) નિગ્રંથ, નિરાગ, નિઃશલ્ય, સર્વદોષવિમુક્ત, નિષ્કામ, નિઃક્રોધ, નિર્માન અને નિર્મદ છે.’’ આગળ આચાર્ય ભગવંત કહે છે કે સ્ત્રી-પુરુષ આદિક પર્યાયો, રસ-ગંધ-વર્ણ-સ્પર્શ અને સંસ્થાન તેમ જ સંહનન વગેરે રૂપ પુદ્ગલના પર્યાયો તો આત્માના નથી જ; પરંતુ તેવા જે ભાવ આત્મામાં થાય છે તેમાં પણ મારું ‘હુંપણું’ નથી તેનાથી વ્યતિરિક્ત જે પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા છે, તેમાં જ માત્ર મારું ‘હુંપણું’ છે; તેથી કરીને તેવો જીવ કોઈ પણ લિંગથી (અર્થાત્ વિશેષરૂપ પરિણમનથી – પર્યાયથી) ગ્રહણ થાય તેવો નથી, તેવો જીવ માત્ર અવ્યક્તરૂપ છે અને તે પૂર્વે જણાવ્યા અનુસાર ભાવમનનો વિષય થાય છે અને તે જ શુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષયરૂપ શુદ્ધાત્માની અપેક્ષાએ ‘‘સર્વ જીવો સ્વભાવથી સિદ્ધ સમાન જ છે’’ એમ કહેવાય છે અને તેવો શુદ્ધાત્મા જ ઉપાદેય છે અર્થાત્ એકત્વ કરવા યોગ્ય છે.
શ્લોક ૭૩ :- ‘શુદ્ધ નિશ્ચયનયથી મુક્તિમાં તેમ જ સંસારમાં તફાવત નથી' આમ જ ખરેખર, તત્ત્વ વિચારતાં શુદ્ધ તત્ત્વના રસિક પુરુષો કહે છે.’’
અર્થાત્ શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી જીવ ત્રણે કાળ સંપૂર્ણ શુદ્ધ જ છે નહિ કે જીવનો કોઈ ભાગ શુદ્ધ અને બીજો ભાગ અશુદ્ધ. નયપદ્ધતિમાં પૂર્ણ દ્રવ્ય (પ્રમાણનું દ્રવ્ય જ) મલિન પર્યાયરૂપ અથવા પૂર્ણ શુદ્ધરૂપ વગેરે, અપેક્ષાએ કહેવાય છે અને તેમ જ સમજાય છે, અન્યથા એકાંતે નહિ. જો તેને એકાંતે મલિન અથવા શુદ્ધરૂપ માનવામાં આવે તો તે જૈનદર્શન બાહ્ય જ સમજવાં. આગળ આચાર્ય ભગવંત સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે કઈ રીતે અને શેનાથી ભેદજ્ઞાન કરવું તે જણાવે છે. જેમ કે નારકાદિ પર્યાયો, માર્ગણા સ્થાનો, ગુણસ્થાનો, જીવસ્થાનો, બાળ-વૃદ્ધ વગેરે શરીરની અવસ્થાઓ, રાગદ્વેષરૂપ કષાયો હું નથી, હું તેનો કર્તા, કારયિતા નથી અથવા અનુમોદક પણ નથી અર્થાત્ તેમાં મારો કોઈ કર્તાભાવ નથી અને તેને સારાં માનતો પણ નથી.
ગાથા ૮૨ : અન્વયાર્થ:- ‘“આવો ભેદ-અભ્યાસ થતાં જીવ મધ્યસ્થ થાય છે (અર્થાત્ જ્ઞાનીને
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૪૨
સમ્યગ્દર્શનની રીત
લબ્ધમાં શુદ્ધાત્મા અને ઉપયોગમાં વર્તમાન દશા હોવાથી, જ્ઞાની તે વર્તમાન અશુદ્ધ દશામાંથી મુક્ત થવાનાં ઉપાય તરીકે ચારિત્ર ગ્રહણ વગેરે કરે છે કે જેનાથી તે સાક્ષાત્ શુદ્ધાત્મારૂપ મુક્તિ મેળવી શકે નહિ કે પુણ્યના લક્ષરૂપ ચારિત્ર અર્થાત્ આ પુરુષાર્થ શુદ્ધાત્માના આશ્રયે, કર્મોથી મુક્તિ મેળવવા માટે જ હોય છે, અન્યથા નહિ), તેથી ચારિત્ર થાય છે. તેને ચારિત્રને) દઢ કરવા નિમિત્તે હું પ્રતિક્રમણાદિ કહીશ.”
ગાથા ૮૩ અન્વયાર્થ :- “વચનરચનાને છોડીને (અર્થાત્ જે પ્રતિક્રમણ સૂત્ર રૂપ વચનરચના છે તે વિકલ્પરૂપ હોવાથી તેને છોડીને નિર્વિકલ્પ શુદ્ધાત્માને ભાવવો, અનુભવવો અને તેમાં જ સ્થિર થવું તે જ પ્રતિક્રમણાદિનું લક્ષ છે અને જે તે લક્ષ જ સિદ્ધ થઈ જતું હોય, તો તે વચનરચનારૂપ પ્રતિક્રમણની આવશ્યકતા પૂરી થઈ જાય છે), રાગાદિ ભાવોનું નિવારણ કરીને (અર્થાત્ જીવના રાગાદિ જે ભાવો છે તેને
ધ્યાનમાં ન લેતા અર્થાત્ તેને ગૌણ કરીને અર્થાત્ તે રાગાદિ ભાવોમાં હુંપણું નહિ કરીને), જે આત્માને (પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્માને) ધ્યાવે છે, તેને (પરમાર્થ) પ્રતિક્રમણ હોય છે.”
ગાથા ૯૨ : અન્વયાર્થ :- “ઉત્તમાર્થ (ઉત્તમ પદાર્થ) આત્મા છે (તે શુદ્ધાત્મામાં) તેમાં સ્થિત મુનિવરો કર્મને હણે છે તેથી ધ્યાન જ (શુદ્ધાત્માનું ધ્યાન જો ખરેખર ઉત્તમાર્થનું પ્રતિકમણ છે.”
શ્લોક ૧૨૨ :- “સમસ્ત વિભાવને તથા વ્યવહારમાર્ગના રત્નત્રયને છોડીને (અર્થાત્ સમસ્ત વિભાવને ગૌણ કરી અને વ્યવહાર રત્નત્રયના સર્વ વિકલ્પો શાંત કરીને) નિજ તત્ત્વવેદી (નિજ આત્મતત્ત્વને જાણનાર – અનુભવનાર) મતિમાન પુરુષ શુદ્ધ આત્મતત્ત્વમાં નિયત (જોડાયેલું) એવું જે એક નિજ જ્ઞાન, બીજું શ્રદ્ધાન અને વળી બીજું ચારિત્ર તેનો આશ્રય કરે છે.”
શ્લોક ૧૨૩ :- “આત્મધ્યાન સિવાયનું બીજું બધું ઘોર સંસારનું મૂળ છે (અર્થાત્ ધ્યાન માત્ર શુદ્ધાત્માનું જ શ્રેષ્ઠ છે) અને ધ્યાન ધ્યેયાદિક સુતપ (અર્થાત્ ધ્યાન, ધ્યેય વગેરેના વિકલ્પવાળું શુભ તપ પણ) કલ્પનામાત્ર રમ્ય છે (અર્થાત્ ખરેખર સારું નથી, કલ્પનામાત્ર સારું છે) એવું જાણીને ધીમાન (બુદ્ધિમાન પુરુષ) સહજ પરમાનંદરૂપી પીયૂષના પૂરમાં ડૂબતાં (લીન થતાં) એવા સહજ પરમાત્માનો (પરમ પરિણામિક ભાવરૂપ કારણ પરમાત્માનો) એકનો આશ્રય કરે છે.”
ગાથા ૭ : અન્વયથાર્થ :- “(શુદ્ધ આત્માના) ધ્યાનમાં લીન સાધુ સર્વ દોષોનો પરિત્યાગ કરે છે; તેથી ધ્યાન જ (અર્થાત્ તે શુદ્ધાત્માનું ધ્યાન જો ખરેખર સર્વ અતિચારનું પ્રતિક્રમણ છે.”
ગાથા ૯૫ : અન્વયાર્થ :- “સમસ્ત જલ્પને (વચનવિસ્તારને અર્થાત્ વિકલ્પોને) છોડીને (અર્થાત્ ગૌણ કરીને) અને અનાગત શુભ-અશુભનું નિવારણ કરીને (અર્થાત્ શુભાશુભ ભાવોને ગૌણ કરીને અર્થાત્ શુભ-અશુભ ભાવોના વિકલ્પોને છોડીને અર્થાત્ સર્વ વિભાવભાવોને ગૌણ કરીને અથર્ સમયસાર ગાથા ૬ અનુસારનો ભાવ અર્થાત્ જે પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી એવો એક જ્ઞાયકભાવરૂપ) જે આત્માને (અર્થાત્ શુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષયરૂપ શુદ્ધાત્માને) ધ્યાવે છે તેને (નિશ્ચય)
Page #148
--------------------------------------------------------------------------
________________
નિયમસાર અનુસાર ધ્યાન અને સમ્યગ્દર્શનનો વિષય
_ ૧૪૩
પ્રત્યાખ્યાન છે.” અર્થાત્ સર્વ પુરુષાર્થ માત્ર આત્મસ્થિરતાપ ચારિત્ર માટે જ કે જે સાક્ષાત કેવળજ્ઞાનનું કારણ છે.
ગાથા ૯૬ : અન્વયાર્થ :- “કેવળજ્ઞાન સ્વભાવી, કેવળદર્શન સ્વભાવી, સુખમય અને કેવળશક્તિ સ્વભાવી તે હું છું એમ જ્ઞાની ચિંતવે છે.” અર્થાત્ જ્ઞાની પોતાનું કારણ સમયસારરૂપ શુદ્ધાત્મા જ અનુભવે
શ્લોક ૧૨૮:- “સમસ્ત મુનિજનોના હૃદયકમળનો (મનનો) હંસ એવો જે આ શાશ્વત (ત્રિકાળી શુદ્ધ) કેવળજ્ઞાનની મૂર્તિરૂપ (જ્ઞાનમાત્ર), સકળ વિમળ દષ્ટિમય (શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય - શુદ્ધ દ્રવ્યદષ્ટિનો વિષય એવો શુદ્ધાત્મા), શાશ્વત આનંદરૂપ, સહજ પરમ ચૈતન્ય શક્તિમય (પરમ પરિણામિક જ્ઞાનમય) પરમાત્મા જયવંત છે.” અર્થાત્ તેને જ ભાવવા જેવો છે, તેમાં જ “હુંપણું કરવા યોગ્ય છે.
ગાથા ૯૭ : અન્વયાર્થ :- “જે નિજ ભાવને છોડતો નથી (અર્થાત્ પરમ પારિણામિક ભાવરૂપ સહજ પરિણમન, ત્રણે કાળે એવું ને એવું જ થવાથી અર્થાત્ ઊપજવાથી અને તે જ તેનો નિજ ભાવ હોવાથી, જણાવેલ છે કે તે નિજ ભાવને છોડતો નથી અને બીજું જ્ઞાનીને લબ્ધરૂપે તે જ ભાવ રહેતો હોવાની અપેક્ષાએ પણ કહ્યું છે કે નિજ ભાવને છોડતો નથી), કાંઈ પણ પરભાવને ગ્રહતો નથી (અર્થાત્ કોઈ પણ પરભાવમાં હુંપણું ન કરતો હોવાથી તેને ગ્રહતો નથી એમ કહ્યું છે), સર્વને જાણે-દેખે છે (અર્થાત્ તેને જ્ઞાનમાત્ર ભાવમાં જ “હુંપણું હોવાથી સર્વને જાણે-જોએ છે, પરંતુ પરમાં હુંપણું કરતો નથી), તે “હું છું” (અર્થાત્ શુદ્ધાત્મા તે “હું છું.') એમ જ્ઞાની ચિંતવે છે.” અર્થાત્ અનુભવે છે અને ધ્યાવે છે અર્થાત્ તે જ ધ્યાનનો અને સમ્યગ્દર્શનનો વિષય છે.
શ્લોક ૧૨૯ :- “આત્મા આત્મામાં નિજ આત્મિક ગુણોથી સમૃદ્ધ આત્માને (અર્થાત્ શુદ્ધાત્માને) - એક પંચમભાવને (અર્થાત્ પરમ પરિણામિક ભાવરૂપ આત્માને) જાણે છે અને દેખે છે (અનુભવે છે); તે સહજ એક પંચમભાવને (અર્થાત્ આત્માના સહજ પરિણમનરૂપ પંચમભાવ - પરમ પરિણામિક ભાવને) એણે છોડ્યો નથી જ અને અન્ય એવા પરમભાવને (અર્થાત્ ઔદેયિક, ઉપશમ અને ક્ષયોપશમ ભાવને) કે જે ખરેખર પૌદ્ગલિક વિકાર છે તેને – એ ગ્રહતો નથી (હુંપણું કરતો નથી) જ.”
શ્લોક ૧૩૩ :- “જે મુક્તિસામ્રાજ્યનું મૂળ છે (અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય છે, કારણ કે સમ્યગ્દર્શન એ મુક્તિસામ્રાજ્યનું મૂળ છે) એવા આ નિરૂપમ, સહજ પરમાનંદવાળા ચિરૂપને (ચૈતન્યના સ્વરૂપને = સામાન્ય જ્ઞાનમાત્રને) એકને ડાહ્યા પુરુષોએ સમ્યક પ્રકારે ગ્રહવું યોગ્ય છે (અર્થાત્ એક સામાન્ય જ્ઞાનમાત્ર ભાવ કે જે સહજ પરિણમનયુક્ત પરમ પરિણામિક ભાવ છે તેમાં જ ડાહ્યા પુરુષોએ હુંપણું કરવા યોગ્ય છે); તેથી હે મિત્ર! તું પણ મારા ઉપદેશના સારને (અર્થાત્ આ જ સર્વ જિનાગમોનો સાર છે અર્થાત્ સમયનો સાર છે અર્થાત્ સમયસારને) સાંભળીને, તુરંત જ ઉગ્રપણે આ ચૈતન્ય ચમત્કારમાત્ર પ્રત્યે તારું વલણ કર.”
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૪
સમ્યગ્દર્શનની રીત
અર્થાત્ તું પણ તેને જ લક્ષમાં લે અને તેમાં જ “હુંપણું કર કે જેથી તું પણ આત્મજ્ઞાની તરીકે પરિણમી જઈશ અર્થાત્ તને પણ સમ્યગ્દર્શન પ્રગટ થશે; અર્થાત્ અત્રે સમ્યગ્દર્શનની રીત જણાવેલ છે.
શ્લોક ૧૩૫ :- “મારા સહજ સમ્યગ્દર્શનમાં, શુદ્ધ જ્ઞાનમાં, ચારિત્રમાં, સુકૃત અને દુષ્કૃતરૂપી કર્મઠંદ્રના સંન્યાસકાળમાં (અર્થાત્ સમયસાર ગાથા ૬ અનુસારનો ભાવ અર્થાત્ જે પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી એવો એક જ્ઞાયકભાવરૂપ) સંવરમાં અને શુદ્ધ યોગમાં (શુદ્ધોપયોગમાં) તે પરમાત્મા જ છે (અર્થાત્ સમ્યગ્દર્શનાદિ બધાયનો આશ્રય - અવલંબન શુદ્ધાત્મા જ છે કે જે સિદ્ધસમ જ ભાવ છે); મુક્તિની પ્રાપ્તિ માટે જગતમાં બીજો કોઈ પણ પદાર્થ નથી, નથી.” અર્થાત્ દષ્ટિના વિષયની જ દઢતા કરાવેલ છે.
શ્લોક ૧૩૬ :- “જે ક્યારેક નિર્મળ દેખાય છે, ક્યારેક નિર્મળ તેમ જ અનિર્મળ દેખાય છે, વળી ક્યારેક અનિર્મળ દેખાય છે અર્થાત્ શુદ્ધ નય(દ્રવ્યદ્રષ્ટિ)થી નિર્મળ જણાય છે, પ્રમાણદષ્ટિથી નિર્મળ તેમ જ અનિર્મળ દેખાય છે અને અશુદ્ધ નય(પર્યાયદષ્ટિ)થી અનિર્મળ દેખાય છે અને તેથી અજ્ઞાનીને માટે જે ગહન છે (એટલે જ ઘણાં લોકો આત્માને એકાંતે શુદ્ધ અથવા અશુદ્ધ ધારી લે છે અને બીજાં લોકો આત્માનો એક ભાગ શુદ્ધ અને એક ભાગ અશુદ્ધ એવી ધારણા કરી લે છે), તે જ કે જેણે નિજ જ્ઞાનરૂપી દીપક વડે પાપતિમિરને નષ્ટ કર્યું છે તે જ (અર્થાત્ જેણે પ્રજ્ઞાછીણી અર્થાત્ તીવ્ર બુદ્ધિ વડે સર્વ વિભાવભાવને ગૌણ કરીને જે પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા ગ્રહણ કર્યો છે અર્થાત્ તેમાં જ હુંપણું કર્યું છે અને તેમ કરતાં જ સમ્યગ્દર્શનરૂપ દીપ પ્રગટાવીને પાપતિમિરને નષ્ટ કર્યું છે, તે જ શુદ્ધાત્મા) સપુરુષોના (જ્ઞાનીના) હૃદયકમળરૂપી ઘરમાં (મનમાં) નિશ્ચયપણે સંસ્થિત છે (સારી રીતે સ્થિરતા પામેલું
ગાથા ૧૦૨ : અન્વયાર્થ :- “જ્ઞાનદર્શનલક્ષણવાળો શાશ્વત એક આત્મા મારો છે; બાકીના બધા સંયોગલક્ષણવાળા ભાવો મારાથી બાહ્ય છે.”
આ ભેદજ્ઞાનની ગાથા છે, તેમાં સમ્યગ્દર્શન માટેનું ભેદજ્ઞાન કઈ રીતે કરવું તે જણાવેલ છે કે જે “જોવા-જાણવાવાળો આત્મા છે તે હું અને અન્ય સર્વે ભાવો (શૈયો) તેમાં ગૌણ કરવાના હોવાથી જ તે ભાવો બાહ્ય કહ્યાં, કારણ કે તેનાથી જ ભેદજ્ઞાન કરવાનું છે.
શ્લોક ૧૪૮ :- “તત્ત્વમાં નિષ્ણાત બુદ્ધિવાળા જીવના હૃદયકમળરૂપ અત્યંતરમાં (ભાવમનમાં) જે સુસ્થિત (સારી રીતે સ્થિરતા પામેલું) છે, તે સહજ તત્ત્વ (પરમ પારિણામિક ભાવરૂપ સહજ પરિણામી શુદ્ધાત્મા) જયવંત છે (તે જ સર્વસ્વ છે). તે સહજ તેજે મોહાંધકારનો નાશ કર્યો છે (અર્થાત્ દર્શનમોહનો ઉપશમ, ક્ષયોપશમ અથવા તો ક્ષય કરેલ છે) અને તે સહજ તેજ) (સમ્યગ્દર્શનનો વિષય) નિજ રસના ફેલાવથી પ્રકાશતા જ્ઞાનના પ્રકાશમાત્ર છે.”
Page #150
--------------------------------------------------------------------------
________________
નિયમસાર અનુસાર ધ્યાન અને સમ્યગ્દર્શનનો વિષય
૧૪૫
શ્લોક ૧૪૯ :- “વળી, જે (સહજ તત્ત્વ = શુદ્ધાત્મા) અખંડિત છે (અર્થાત્ આત્મામાં કોઈ ભાગ શુદ્ધ અને કોઈ ભાગ અશુદ્ધ એમ નથી, પૂર્ણ આત્મા – અખંડ આત્મા જ દ્રવ્યદષ્ટિએ શુદ્ધાત્મારૂપ જણાય છે), શાશ્વત છે (અર્થાત્ ત્રણે કાળ એવો ને એવો ઊપજે છે = પરિણમે છે), સકળ દોષથી દૂર છે (અર્થાત્ સકળ દોષથી ભેદજ્ઞાન કરેલ હોવાથી તે શુદ્ધાત્મા સકળ દોષથી દૂર છે), ઉત્કૃષ્ટ છે (અર્થાત્ સિદ્ધસદશભાવ છે), ભવસાગરમાં ડૂબેલા જીવસમૂહને (અર્થાત્ સર્વ સંસારી જીવોને) નૌકા સમાન છે (અર્થાત્ મુક્તિનું કારણ છે અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય છે) અને પ્રબળ સંકટોના સમૂહરૂપી દાવાનળને (અર્થાત્ કોઈ પણ પ્રકારના ઉપસર્ગરૂપ સંકટોમાં પોતે શાંત રહેવા) માટે જળ સમાન છે (અર્થાત્ શુદ્ધાત્માનું અવલંબન લેતાં જ સંકટો ગૌણ થઈ જાય છે, પર થઈ જાય છે), તે સહજ તત્ત્વને હું પ્રમોદથી સતત નમું છું.” અર્થાત્ પ્રમોદથી સતત ભાવું છું, તેનું જ ધ્યાન કરું છું.
ગાથા ૧૦૭ : અન્વયાર્થ :- “નોકર્મ અને કર્મથી રહિત (અર્થાત્ પ્રથમ, પુદ્ગલથી ભેદજ્ઞાન કર્યું કે જે આત્માથી પ્રગટ ભિન્ન છે) તથા વિભાવગુણપર્યાયોથી વ્યતિરિક્ત (અર્થાત્ બીજું, આત્મા જે કર્મોના નિમિત્તે વિભાવભાવરૂપ અર્થાત્ ઔદેયિક ભાવરૂપ પરિણમે છે તેનાથી ભેદજ્ઞાન કર્યું અર્થાત્ તે ભાવો થાય છે તો આત્મામાં જ – મારામાં જ, પરંતુ તે ભાવ મારું સ્વરૂપ ન હોવાથી તેમાં હુંપણું નહિ કરતાં અર્થાત્ તેને ગૌણ કરતાં જ તેનાથી રહિત શુદ્ધાત્મા પ્રાપ્ત થાય છે, તેવા) આત્માને (અર્થાત્ શુદ્ધ આત્માને) જે ધ્યાવે છે, તે શ્રમણને (પરમ) આલોચના છે.”
શ્લોક ૧૫ર :- “ઘોર સંસારના મૂળ એવાં સુકૃત અને દુષ્કતને સદા આલોચી આલોચીને (અર્થાત્ સમયસાર ગાથા ૬ અનુસારનો ભાવ અર્થાત્ જે પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી એવો એક જ્ઞાયકભાવરૂપ અને બીજું, અને પુણ્ય અને પાપ, બંનેને ઘોર સંસારના મૂળ કહ્યાં, તેના વિશે અમે પૂર્વે જણાવ્યા અનુસાર સમજવું અર્થાત્ બન્ને આત્માને બંધનરૂપ હોઈને સંસારથી મુક્તિ માટે ઇચ્છનીય નથી છતાં કોઈએ એવું ન સમજવું કે પાપ ને પુણ્ય, એ બંને હેય હોવાથી આપણને પાપ કરવાનો પરવાનો મળેલ છે. તેવું સમજશે તે નિયમથી અનંત સંસારી જ છે; પરંતુ પાપનો વિચાર પણ નહિ કરતાં, માત્ર આત્મલક્ષે સુકૃત કરવા જેવું છે અને તે શુભ ભાવ પણ શુદ્ધ ભાવથી વિરુદ્ધભાવ હોવાથી, શુદ્ધ ભાવમાં હુંપણું કરતાં અથવા માત્ર શુદ્ધ ભાવનાં લક્ષે ભલે આપ નિયમથી શુભમાં જ રહો પણ તેના ઉપર આદરભાવે નહિ. આદરભાવ માત્ર શુદ્ધ ભાવ ઉપર જ અને રહેવું પણ છે શુદ્ધ ભાવમાં જ, પરંતુ જો આપ શુદ્ધ ભાવથી અલિત થાવ અથવા શુદ્ધ ભાવની પ્રાપ્તિ ન થઈ હોય તો શુદ્ધ ભાવનાં લક્ષે રહેવું નિયમથી શુભમાં જ. અશુભ ભાવનો તો પડછાયો પણ લેવા યોગ્ય નથી, તેથી અત્રે કોઈએ છળ ગ્રહણ કરી શુભ ભાવ છોડીને અશુભનું આચરણ ન કરવું. ત્રીજું, અને દષ્ટિના વિષયરૂપ શુદ્ધાત્મા ઈષ્ટ છે કે જેમાં સુકૃત અને દુષ્કૃતરૂપ વિભાવભાવને સદા આલોચી આલોચીને અર્થાત્ અત્યંત ગૌણ કરીને) હું નિરૂપાધિક (સ્વાભાવિક) ગુણવાળા શુદ્ધાત્માને આત્માથી જ અવલંબું છું. (અર્થાત્ શુદ્ધાત્મામાં જ રહેવાનો પ્રયત્ન કરું છું, પછી
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૬
સમ્યગ્દર્શનની રીત
(અર્થાત્ તેનાથી જ) દ્રવ્યકર્મસ્વરૂપ સમસ્ત પ્રકૃતિને અત્યંત નાશ પમાડીને (અર્થાત્ ઘાતકર્મનો નાશ કરી કેવળજ્ઞાન-કેવળદર્શનરૂ૫) સહજ વિલસતી જ્ઞાનલક્ષ્મીને હું પામીશ.” અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવને પણ ધ્યાનના વિષયરૂપ શુદ્ધાત્મા જ છે.
શ્લોક ૧૫૫ - જેણે જ્ઞાનજ્યોતિ વડે (અર્થાત્ જ્ઞાનમાત્રભાવના અવલંબને) પાપતિમિરના પુંજનો નાશ કર્યો છે (અર્થાત્ તેનું ‘હું પણું જ્ઞાનમાત્રભાવ = પરમ પરિણામિક ભાવમાં જ હોવાથી સર્વ પાપોના ઉદયરૂપ દેયિક ભાવને અત્યંત ગૌણ કર્યા છે, અને જે પુરાણ (સનાતન અર્થાત્ ત્રિકાળી શુદ્ધ) છે એવો આત્મા પરમ સંયમીઓના ચિત્તકમળમાં (ભાવમનમાં) સ્પષ્ટ છે. તે આત્મા સંસારી જીવોના વચન-મનો માર્ગથી અતિક્રાંત છે (વચન અને મનથી સ્પષ્ટ કરી શકવા અથવા વ્યક્ત કરી શકવા યોગ્ય નથી). આ નિકટ પરમપુરુષમાં (અર્થાત્ આ નિકટમાં જ મોક્ષ પામવા યોગ્ય પુરુષમાં) વિધિ શો અને નિષેધ શો ?”
અર્થાત્ આવા શુદ્ધાત્મામાં મગ્ન રહેવાવાળા પરમ પુરુષ, કોઈ વિધિ અનુસરે અથવા ન અનુસરે તો તેમને તેમાં કોઈ જ દોષ નથી તેથી તેમના માટે કોઈ વિધિ-નિષેધ નથી એમ જણાવેલ છે.
શ્લોક ૧૫૬ :- “જે સકળ ઈન્દ્રિયોના સમૂહથી ઉત્પન્ન થતાં કોલાહલથી વિમુક્ત છે (અર્થાત્ જે જ્ઞાન સકળ ઇન્દ્રિયોથી થાય છે તેવાં જ્ઞાનાકારરૂપ વિશેષ, જેમાં ગૌણ છે તેવું સામાન્ય જ્ઞાન છે), જે નય અને અનયના સમૂહથી દૂર (અર્થાત્ નયાતીત છે, કારણ કે નવો વિકલ્પાત્મક હોય છે અને સમ્યગ્દર્શનનું વિષયરૂપ સ્વરૂપ, સર્વે વિકલ્પોથી રહિત છે અર્થાત્ તે નયાતીત) હોવા છતાં યોગીઓને (અર્થાત્ આત્મજ્ઞાનીઓને) ગોચર છે (અર્થાત્ નિત્ય લબ્ધરૂપ અને ક્યારેક ઉપયોગરૂપ છે), જે સદા શિવમય છે (અર્થાત્ સિદ્ધસદશભાવ છે), ઉત્કૃષ્ટ છે અને જે અજ્ઞાનીઓને પરમ દૂર છે (કારણ કે તેઓ શુદ્ધાત્માને એકાંતે ગ્રહણ કરવાનો પ્રયાસ કરે છે અર્થાત્ જેવો તે છે નહીં, તેવી તેની કલ્પના કરી ગ્રહણ કરવાનો પ્રયાસ કરે છે તેથી તેઓ માત્ર ભ્રમમાં જ રહે છે અને સત્યસ્વરૂપથી જોજનો દૂર રહે છે) એવું આ અનઘ (શુદ્ધ) ચૈતન્યમય સહજતત્ત્વ અત્યંત જયવંત (ફરી ફરી અવલંબન કરવા યોગ્ય) છે.”
શ્લોક ૧૫૭ :- “નિજ સુખરૂપી સુધાના સાગરમાં (અત્રે એક ખુલાસો જરૂરી છે કે, કોઈ વર્ગ એવું માને છે કે યોગપદ્ધતિએ સુધારસનું પાન કરવાથી આત્માનો અનુભવ થાય છે અર્થાત્ સમ્યગ્દર્શન થાય છે, તેઓને એક વાત અને સમજવા જેવી છે કે જે અતિન્દ્રિય આનંદ છે કે જે સ્વાત્માનુભૂતિથી આવે છે તેને જ શાસ્ત્રોમાં સુધાનો સાગર અર્થાત્ સુધારસ કહ્યો છે, પરંતુ કોઈ શારીરિક ક્રિયા અથવા તો પુદ્ગલરૂપી રસ વિશેની અહીં વાત નથી, કારણ કે અનુભવકાળે કોઈ દેહભાવ જ હોતો નથી, પોતે માત્ર શુદ્ધાત્મારૂપ જ હોય છે, તો પુદ્ગલરૂપી રસની વાત જ ક્યાંથી હોય ? અર્થાત્ ન જ હોય) ડૂબતા આ શુદ્ધાત્માને જાણીને ભવ્ય જીવ પરમગુરુ દ્વારા (આ જ્ઞાનનો પ્રાયઃ અભાવ હોવાથી તેની દુર્લભતા બતાવવા પરમગુરુ શબ્દ
Page #152
--------------------------------------------------------------------------
________________
નિયમસાર અનુસાર ધ્યાન અને સમગ્દર્શનનો વિષય
૧૪૭
વાપર્યો છે) શાશ્વત સુખને પામે છે; તેથી ભેદના અભાવની દષ્ટિએ (અર્થાત્ સ્વાનુભૂતિમાં કોઈ જ ભેદ નથી અર્થાત્ ત્યાં દ્રવ્યપર્યાયરૂપી ભેદ અથવા તો પર્યાયના નિષેધરૂપ વગેરે કોઈ જ ભેદ નથી, તેમાં તો માત્ર દ્રવ્યદષ્ટિ જ મહત્ત્વની છે કે જેમાં પર્યાય જણાતો જ નથી અર્થાત્ પૂર્ણ દ્રવ્ય માત્ર શુદ્ધાત્મારૂપ જ જણાય છે; એવી દષ્ટિએ) જે સિદ્ધિથી ઉત્પન્ન થતાં સૌખ્ય (અર્થાત્ અતિન્દ્રિય આનંદ, નહિ કે પુદ્ગલરૂપી સુધારસ) વડે શુદ્ધ છે એવા કોઈ (અદ્ભુત) સહજતત્ત્વને (પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્માને) હું પણ સદા અતિ અપૂર્વ રીતે અત્યંત ભાવું છું.”
શ્લોક ૧૫૮ :- “સર્વ સંગથી નિમુક્ત, નિર્મોહરૂપ, અનઘ અને પરભાવથી મુક્ત એવા આ પરમાત્મતત્ત્વને આવી રીતે ભેદજ્ઞાનપૂર્વક ગ્રહણ કરેલ શુદ્ધાત્માને) હું નિર્વાણરૂપી સ્ત્રીથી ઉત્પન્ન થતાં અનંગ સુખને (અતિન્દ્રિય સુખને) માટે નિત્ય સંભાવું છું (સમ્યપણે ભાવું છું – અનુભવું છું, અને પ્રણમું
શ્લોક ૧૫૯ - “નિજ ભાવથી ભિન્ન એવા સકળ વિભાવને છોડીને (અર્થાત અત્રે ભેદજ્ઞાનની રીત બતાવેલ છે) એક નિર્મળ ચિન્માત્રને (જ્ઞાન સામાન્યરૂપ પરમ પરિણામ ભાવને) હું ભાવું છું. સંસારસાગરને તરી જવા માટે, અભેદ કહેલા (ઉપર જે રીતે અભેદ સમજાવ્યું છે તે રીતે અભેદ કહેલા) મુક્તિના માર્ગને પણ હું નિત્ય નમું છું.”
શ્લોક ૧૬૦:- “જે કર્મના દૂરપણાને લીધે (અર્થાત્ કર્મો અને તેના નિમિત્તે થવાવાળા ભાવોથી ભેદજ્ઞાન કરવાથી તે ગૌણ થઈ ગયેલ છે અને પોતાને શુદ્ધાત્મા પ્રાપ્ત થયેલ છે તેને લીધે) પ્રગટ સહજવસ્થાપૂર્વક (અર્થાત્ સહજ પરિણમનરૂપ પરમ પરિણામિક ભાવ કે જે પંચમભાવ પણ કહેવાય છે તેમાં જ હુંપણું કરી રહેલો છે, જે આત્મનિષ્ઠાપરાયણ (આત્મસ્થિત) સમસ્ત મુનિઓને મુક્તિનું મૂળ છે (અર્થાત્ આવા શુદ્ધાત્મામાં જ “હુંપણું કરવા જેવું છે અને તેનું જ ધ્યાન કરવા જેવું છે અર્થાત્ તેને જ સેવવાથી મુક્તિ મળે છે અર્થાત્ શ્રેણી મંડાય છે અને કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત કરે છે અને આયુ ક્ષયે મોક્ષ પામે છે તેથી શુદ્ધાત્માને મુક્તિનું મૂળ કહ્યું છે, જે એકાકાર છે (અર્થાત્ સદા એવો ને એવો જ ઊપજતો હોવાથી ત્રિકાળી શુદ્ધ અર્થાત્ ત્રણે કાળ એક જેવો જ છે તેથી તેને ત્રિકાળી ધ્રુવ પણ કહેવાય છે), જે નિજ રસના ફેલાવાથી ભરપૂર હોવાને લીધે (અત્રે નિજ રસ કહ્યો કે જે આત્માનો અરૂપી અતિન્દ્રિય આનંદ છે, નહિ કે કોઈ રૂપી પુદ્ગલ દ્રવ્યરૂપ સુધારસ) પવિત્ર છે અને જે પુરાણ છે (અર્થાત્ સનાતન છે – ત્રણે કાળે એવો ને એવો જ ઊપજતો થકો તે સહજ પરિણમનરૂપ પરમ પરિણામિક ભાવ કહેવાય છે), તે શુદ્ધ-શુદ્ધ (અર્થાત્ પરમશુદ્ધ) એક પંચમ ભાવ સદા જયવંત છે.”
શ્લોક ૧૬૧ :- “અનાદિ સંસારથી સમસ્ત જનતાને (-જનસમૂહને) તીવ્ર મોહના ઉદયને લીધે જ્ઞાનજ્યોતિ સદા મત્ત છે, કામને વશ છે (અત્રે આચાર્ય ભગવંતે જનતાની સ્થિતિનું બયાન કરેલ છે કે,
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૮
સમ્યગ્દર્શનની રીત
આપ સૌ વિષયકષાયમાં રત છો અને ઉપદેશ પણ આપેલ છે કે આપ તે વિષયકષાયમાં રતપણું – વશપણું છેદીને-છોડીને જ્ઞાનજ્યોતિનો અનુભવ કરો) અને નિજ આત્મકાર્યમાં મૂઢ છે (અર્થાત્ સંસારની તમામ હોશિયારી હોવા છતાં પોતાના આત્માની પ્રાપ્તિ માટે યોગ્ય કાળની રાહ જોતો અર્થાત્ નિયતિવાદી બનીને બેસી રહે છે અને પોતાનો પૂર્ણ પુરુષાર્થ સંસાર માટે વાપરે છે અને નિજ આત્મકાર્યમાં મૂઢ છે અર્થાત્ પુરુષાર્થહીન છે). મોહના અભાવથી આ જ્ઞાનજ્યોતિ શુદ્ધ ભાવને પામે છે (અર્થાત્ પરમ પરિણામિક ભાવના અનુભવન અને સેવનથી શ્રેણી માંડીને મોહનો અભાવ કરી જ્ઞાનજ્યોતિ અર્થાત્ સમ્યગ્દષ્ટિ આત્મા, કેવળજ્ઞાન - કેવળદર્શનરૂપ શુદ્ધ ભાવને પ્રાપ્ત કરે છે, કે જે શુદ્ધભાવે દિશામંડળને ધવલિત (અર્થાત્ ઉજ્વળ) કર્યું છે (અર્થાત્ તેથી ત્રણ કાળ – ત્રણ લોક સહજ જણાય છે) અને સહજ અવસ્થાને પ્રગટ કરી છે (અર્થાત્ સર્વ ગુણોની સાક્ષાત્ શુદ્ધ દશા પ્રગટ કરેલ છે).” આ જ રીત છે સિદ્ધત્વની પ્રાપ્તિની.
શ્લોક ૧૬૭ :- “શુભ અને અશુભથી રહિત શુદ્ધ ચૈતન્યની ભાવના (અર્થાત્ વિભાવભાવરહિત શુદ્ધાત્મા અર્થાત્ પરમ પરિણામિક ભાવની જ ભાવના કે જે ભાવ શ્રી સમયસાર ગાથા ૬માં કહ્યા અનુસાર પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી, માત્ર એક જ્ઞાયકભાવ છે) મારા અનાદિ સંસારરોગનું ઉત્તમ ઔષધ છે.” અર્થાત્ જે નિર્વિકલ્પ આત્માસ્વરૂપ છે અર્થાત્ શુદ્ધાત્મા છે તે જ સમ્યગ્દર્શનનો વિષય છે અને સમ્યગ્દષ્ટિને આગળની સાધનામાં તે જ ધ્યાનનો પણ વિષય છે.
શ્લોક ૧૭૦ :- “જેણે સહજ તેજથી (અર્થાત્ સહજ પરિણમનરૂપ પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્માને ભાવવાથી) રાગરૂપી અંધકારનો નાશ કર્યો છે (અર્થાત્ સાગરૂપી વિભાવભાવનો જેના ભાવવાથી નાશ થયેલ છે અર્થાત્ જેના કારણે વીતરાગતા આવી છે), જે મુનિવરોના મનમાં વસે છે (અર્થાત્ મુનિવરો તેનું જ ધ્યાન કરે છે અને તેને જ સેવે છે અર્થાત્ તેમાં જ વધારે ને વધારે સ્થિરતા કરવાનો પુરુષાર્થ કરે છે), જે શુદ્ધ શુદ્ધ (જે અનાદિ-અનંત શુદ્ધ) છે, જે વિષયસુખમાં રત જીવોને સર્વદા દુર્લભ છે (અર્થાત્ મુમુક્ષુ જીવે તમામ વિષયકષાય પ્રત્યેનો આદર છોડી દેવો જરૂરી છે અર્થાત્ અત્યંત આવશ્યકતા સિવાય તેનું જરા પણ સેવન ન કરવાથી તેના પ્રત્યેનો આદર નીકળી જાય છે, તેની પરીક્ષા અર્થે “મને શું ગમે છે ?” એવો પ્રશ્ન પોતાને પૂછીને તેનો ઉત્તર તપાસવો અને જે ઉત્તરમાં સંસાર અથવા સંસારનાં સુખો પ્રત્યેનો આકર્ષણ/આદરભાવ હોય, તો સમજવું કે મને હજુ વિષયકષાયનો આદર છે, સંસારનો આદર છે કે જે છોડવા જેવો છે; કારણ કે તે અનંત પરાવર્તન કરાવવા સક્ષમ છે), (શુદ્ધાત્મા) જે પરમ સુખનો સમુદ્ર છે, જે શુદ્ધ જ્ઞાન છે (અર્થાત્ તે જ્ઞાન સામાન્ય માત્ર છે) અને જેણે નિદ્રાનો નાશ કર્યો છે (અર્થાત્ આ શુદ્ધાત્માને ભાવતાં જેઓએ કેવળજ્ઞાન - કેવળદર્શન પ્રાપ્ત કર્યું છે તેઓને આ ભાવનાના બળે જ નિદ્રાનો નાશ થયો છે, તે આ (શુદ્ધાત્મા) જયવંત છે (અર્થાત્ તે શુદ્ધાત્મા જ સર્વસ્વ છે).”
શ્લોક ૧૯૦:- “જેણે નિત્ય જ્યોતિ (અનાદિ-અનંત શુદ્ધ ભાવરૂપ પરમ પારિણામિક ભાવ) વડે
Page #154
--------------------------------------------------------------------------
________________
નિયમસાર અનુસાર ધ્યાન અને સમ્યગ્દર્શનનો વિષય
૧૪૯
તિમિરપુંજનો નાશ કર્યો છે, જે આદિ-અંતરહિત છે (અર્થાત્ ત્રણે કાળે શુદ્ધ જ છે), જે પરમ કળા સહિત છે અને જે આનંદમૂર્તિ છે એવા એક શુદ્ધાત્માને જે જીવ શુદ્ધાત્મામાં અવિચળ મનવાળો થઈને નિરંતર ધ્યાવે છે (અર્થાત્ તેનું જ ધ્યાન કરે છે), તે આ આચારરાશિ (ચારિત્રવાન) જીવ શીધ્ર જીવન્મુક્ત થાય છે.”00
શ્લોક ૧૭ :- “આ ધ્યાન છે, આ ધ્યેય છે, આ ધ્યાતા છે, અને પેલું ફળ છે - આવી વિકલ્પજાળોથી જે મુક્ત છે (અર્થાત્ જે નિર્વિકલ્પ શુદ્ધાત્મા છે) તેને હું નમું છું (સ્તવું છું, સમ્યક પ્રકારે ભાવું છું).”
અર્થાત્ તેનું જ હું ધ્યાન ધરું છું અને તેમાં જ હુંપણું કરું છું કે જેથી હું નિર્વિકલ્પ થાઉં છું અર્થાત્ અનુભવું છું; અર્થાત્ કોઈ પણ વિકલ્પરૂપ ધ્યાન કરતાં આ શુદ્ધાત્માનું નિર્વિકલ્પ ધ્યાન ઉત્તમ છે, આચરણીય છે કે જે સમ્યગ્દર્શન પછી જ હોય છે.
ગાથા ૧૨૩ : અન્વયાર્થ :- “સંયમ, નિયમ ને તપથી તથા ધર્મધ્યાન ને શુકલધ્યાનથી જે આત્માને ધ્યાવે છે તેને પરમ સમાધિ છે.” અર્થાત્ સમ્યગ્દષ્ટિની આગળની ભૂમિકામાં જે કરવા યોગ્ય છે અર્થાત્ જે સહજ થાય છે તેનું વર્ણન કરેલ છે અને અન્યોએ તે અભ્યાસ રૂપે પણ કરવા યોગ્ય છે.
શ્લોક ૨૦૨ :- “ખરેખર સમતારહિત (અર્થાત્ સમ્યગ્દર્શનરહિત, કારણ કે સમ્યગ્દષ્ટિને જ સાચી સમતા જણાવેલ છે) યતિને અનશનાદિ તપશ્ચરણોથી ફળ નથી (અર્થાત્ મુક્તિરૂપ ફળ નથી પરંતુ સંસારરૂપ ફળ છે કે જે હેય છે તેથી કહ્યું કે ફળ નથી); માટે, હે મુનિ! સમતાનું કુલ મંદિર એવું જે અનાકુળ નિજ તત્વ (અર્થાત્ શુદ્ધાત્મા) તેને ભજ.”
અર્થાત્ સર્વપ્રથમ શુદ્ધાત્માનું જ ચિંતન, નિર્ણય, લક્ષ અને યોગ્યતા કરી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા યોગ્ય છે. કારણ કે તે પછીથી જ સર્વે તપશ્ચરણનું અપૂર્વફળ અર્થાત્ મુક્તિરૂપે ફળ મળે છે, અન્યથા નહિ. એટલા માટે પણ જેમને પણ વગર સમ્યગદર્શને અભ્યાસરૂપથી મુનિપણું લેવું હોય, એમણે પણ એકમાત્ર આત્મપ્રાપ્તિનું જ રાખવું જોઈએ અને આત્મપ્રાપ્તિ માટે જ પૂર્ણ પુરુષાર્થ કરવો જોઈએ.
શ્લોક ૨૦૭:- “હું - સુખને ઇચ્છનારો આત્મા – અજન્મ અને અવિનાશી એવા નિજ આત્માને આત્મા વડે જ આત્મામાં સ્થિત રહીને વારંવાર ભાવું છું. જે કોઈ પરમ સુખના ઈચ્છુક છે તેમને માટે એક માત્ર શુદ્ધાત્માનું જ લક્ષ અને શુદ્ધાત્માનું જ ધ્યાન શ્રેષ્ઠ છે, કારણ કે તેનાથી જ મુક્તિ મળશે.
શ્લોક ૨૧૧ :- “આ અનઘ (નિર્દોષ = શુદ્ધ) આત્મતત્ત્વ જયવંત છે, કે જેણે સંસારને અસ્ત કર્યો છે (અર્થાત્ સંસારના અસ્ત માટે અર્થાત્ મુક્તિ માટે આ શુદ્ધાત્મા જ શરણભૂત - સેવવાયોગ્ય છે), જે મહામુનિગણના અધિનાથના (ગણધરોના) હૃદયારવિંદમાં (મનમાં) સ્થિત છે, જેણે ભવનું કારણ તજી દીધું છે (અર્થાત્ જે આ ભાવમાં સ્થિર થઈ જાય તેને હવે પછી કોઈ ભવ રહે જ નહીં, કારણ કે તે મુક્ત
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૫૦
સમ્યગ્દર્શનની રીત
જ થઈ જાય), જે એકાંતે શુદ્ધ પ્રગટ થયું છે (અર્થાત્ જે સર્વથા શુદ્ધપણે સ્પષ્ટ જણાય છે અર્થાત્ જે ત્રણે કાળે શુદ્ધ જ હોય છે પરંતુ સમ્યગ્દર્શન થવાથી, તે એકાંતે શુદ્ધ અર્થાત્ ત્રણે કાળે શુદ્ધ જ છે, તે પ્રગટ થયો અર્થાત્ અનુભવમાં આવ્યો માટે પ્રથમથી તે શુદ્ધ જ હોવાં છતાં તેનો અનુભવ ન હોવાથી, અનુભૂતિની અપેક્ષાએ તે પ્રગટ થયું કહેવાય) અને જે સદા (ટંકોત્કીર્ણ ચૈતન્યસામાન્યરૂપ અર્થાત્ જ્ઞેયોને ગૌણ કરતાં જ જે જાણવા-જોવાવાળો શેષ રહે છે, તે ત્રણે કાળ તેવો ને તેવો જ જ્ઞાનસામાન્યરૂપ હોવાથી, ટંકોત્કીર્ણ કહેવાય છે; બીજી રીતે જ્ઞેય વિશેષ છે અને તે જેનું બનેલ છે અર્થાત્ જ્ઞાનનું, તેને સામાન્ય જ્ઞાન અર્થાત્ ચૈતન્ય સામાન્ય કહેવાય છે) નિજ મહિમામાં લીન હોવા છતાં સમ્યગ્દષ્ટિઓને ગોચર(અનુભૂતિમાં આવે) છે.''
શ્લોક ૨૧૬ :- ‘‘આ સ્વતઃસિદ્ધ જ્ઞાન (અર્થાત્ ઉપર જણાવ્યા અનુસારનું પરમ પારિણામિક ભાવરૂપ સામાન્ય જ્ઞાન) પાપપુણ્યરૂપી વનને બાળનારો અગ્નિ છે (અર્થાત્ અપૂર્વ નિર્જરાનું કારણ છે), મહા મોહાંધકારનાશક (અર્થાત્ મોહનો નાશ કરીને અરિહંત પદ અપાવનાર છે) અતિપ્રબળ તેજમય છે, વિમુક્તિનું મૂળ છે અને નિરુપાધિ મહાઆનંદસુખનું (અર્થાત્ અતિન્દ્રિય શાશ્વત સુખનું) દાયક છે. ભવભવનો ધ્વંશ કરવામાં નિપુણ (અર્થાત્ મુક્તિ અપાવનાર) એવા આ જ્ઞાનને હું નિત્ય પૂજું છું.’’ અર્થાત્ તેને નિત્ય ભાવું છું અને તેમાં જ સ્થિરતાનો પુરુષાર્થ કરું છું.
શ્લોક ૨૨૦ :– ‘‘જે ભવભયના હરનારા આ સમ્યક્ત્વની, શુદ્ધ જ્ઞાનની અને ચારિત્રની ભવછેદક (અર્થાત્ આ સમ્યગ્દર્શન, શુદ્ધ જ્ઞાન અર્થાત્ સમ્યજ્ઞાન અને તેમાં જ સ્થિરતા કરવારૂપ ચારિત્રને ભવભયના હરનારા કહ્યાં છે અર્થાત્ મુક્તિદાતા કહ્યાં છે) અતુલ ભક્તિ નિરંતર કરે છે, તે કામક્રોધાદિ સમસ્ત દુષ્ટ પાપસમૂહથી મુક્ત ચિત્તવાળો જીવ – શ્રાવક હો કે સંયમી હો – નિરંતર ભક્ત છે, ભક્ત છે.’’ અર્થાત્ જૈન સિદ્ધાંત અનુસાર આવી અભેદ ભક્તિ જ કાર્યકારી છે અને તેથી તેવી જ ભક્તિ ઇચ્છવી.
શ્લોક ૨૨૭ :- ‘‘આ અવિચલિત – મહાશુદ્ધ – રત્નત્રયવાળા, મુક્તિના હેતુભૂત નિરૂપમ – સહજ જ્ઞાનદર્શનચારિત્રરૂપ (અર્થાત્ જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે અનંત ગુણોનું સહજ પરિણમનરૂપ પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા), નિત્ય આત્મામાં (અર્થાત્ શુદ્ધાત્મા કે જે નિત્ય શુદ્ધરૂપ એવો ને એવો જ ઊપજે છે અર્થાત્ પરિણમે છે તેવા નિત્ય આત્મામાં) આત્માને ખરેખર સમ્યક પ્રકારે સ્થાપીને (અર્થાત્ તેનો જ અનુભવ કરીને અને તેનું જ ધ્યાન ધરીને) આ આત્મા ચૈતન્ય ચમત્કારની (સામાન્ય ચેતનારૂપ પરમ પારિણામિક ભાવની) ભક્તિ વડે નિરતિશય (અજોડ) ઘરને કે જેમાંથી વિપદાઓ દૂર થઈ છે અને જે આનંદથી ભવ્ય છે તેને – અત્યંત પ્રાપ્ત કરે છે અર્થાત્ સિદ્ધિરૂપી સ્ત્રીનો સ્વામી થાય છે.'' અર્થાત્ શુદ્ધાત્માના ધ્યાનથી જ અરિહંત થાય છે અને પછી સિદ્ધ થઈ મુક્ત થાય છે.
ગાથા ૧૩૭ : ટીકાનો શ્લોક :- ‘‘આત્માપ્રયત્નસાપેક્ષ વિશિષ્ટ જે મનોગતિ (અર્થાત્ નોઇન્દ્રિરૂપ
Page #156
--------------------------------------------------------------------------
________________
નિયમસાર અનુસાર ધ્યાન અને સમ્યગ્દર્શનનો વિષય
૧૫૧
મન દ્વારા જે, આત્માને સ્વાનુભવ થાય છે તે), તેનો બ્રહ્મમાં સંયોગ થવો (અર્થાત્ સ્વાત્માનુભૂતિ થાય છે અર્થાત્ શુદ્ધાત્મામાં = બ્રહ્મમાં હુંપણું' = સોહં કરતાં જ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે, તેને યોગ કહેવામાં આવે છે.”
જૈન સિદ્ધાંત અનુસાર યોગની આ વ્યાખ્યા છે અને આ જ યોગ આત્મા માટે હિતકર છે, જ્યારે અન્ય યોગો માત્ર વિકલ્પરૂપ આર્તધ્યાનનાં કારણો હોવાથી સેવવા જેવા નથી; તેથી જ આગળ યોગ ભક્તિવાળા જીવની વ્યાખ્યા કરે છે, તે જ ભક્તિનું પણ સ્વરૂપ છે.
શ્લોક ૨૨૮ :- “જે આ આત્મા આત્માને આત્મા સાથે નિરંતર જોડે છે (અર્થાત્ એકમાત્ર શુદ્ધાત્માનું જ ધ્યાન કરે છે, અનુભવન કરે છે), તે મુનિશ્વર નિશ્ચયથી યોગભક્તિવાળો છે.'
ગાથા ૧૩૮ : અન્વયાર્થ:- “જે સાધુ સર્વ વિકલ્પોના અભાવમાં (અર્થાત્ નિર્વિકલ્પસ્વરૂપ પરમ પારિણામિક ભાવમાં) આત્માને જોડે છે (અર્થાત્ તેમાં જ “હુંપણું કરે છે), તે યોગભક્તિવાળો છે; બીજાને યોગ કઈ રીતે હોય ?” અર્થાત્ આવા સ્વાત્માનુભૂતિરૂપ યોગ સિવાયના બીજાને યોગ માન્યો જ નથી અર્થાત્ બીજાં કોઈ યોગ કાર્યકારી નથી.
શ્લોક ૨૨૯ :- “ભેદનો અભાવ હોતાં (અર્થાત્ અભેદભાવે શુદ્ધાત્માને ભાવતા અર્થાત્ અનુભવતા) અનુત્તમ (શ્રેષ્ઠ) યોગભક્તિ હોય છે, તેના વડે યોગીઓને આત્માલબ્ધિરૂપ એવી તે (પ્રસિદ્ધ) મુક્તિ થાય છે.” અર્થાત્ આવો યોગ જ મુક્તિનું કારણ છે અને તેથી અભેદભાવે શુદ્ધાત્મા જ ભાવવા યોગ્ય છે અન્ય કોઈ નહિ.
ગાથા ૧૩૯ : અન્વયાર્થ :- “વિપરીત અભિનિવેશનો પરિત્યાગ (અર્થાત્ મતાગ્રહ, હઠાગ્રહ, વગેરેનો ત્યાગ) કરીને જે જૈનકથિત તત્વોમાં આત્માને જોડે છે, તેનો નિજ ભાવ (અર્થાત્ શુદ્ધાત્માનુભૂતિ) તે યોગ છે.”
ગાથા ૧૪૦ : અન્વયાર્થ:- “વૃષભાદિ જિનવરેન્દ્રો એ રીતે યોગની ઉત્તમ ભક્તિ કરીને નિવૃતિ સુખને પામ્યા; તેથી યોગની (આવી) ઉત્તમ ભક્તિને તું ધારણ કર (નહિ કે વેવલાવેડારૂપ ભક્તિ અથવા વ્યક્તિરાગરૂપ ભક્તિ).”
શ્લોક ૨૩૩ :- “અપુનર્ભવસુખની (મુક્તિસુખની) સિદ્ધિ અર્થે હું શુદ્ધ યોગની (અર્થાત્ શુદ્ધાત્મામાં હુંપણું કરવાવાળા યોગની) ઉત્તમ ભક્તિ કરું છું (અર્થાત્ તેને જ ફરી ફરી ભાવું છું), સંસારની ઘોર ભીતિથી સર્વ જીવો નિત્ય તે ઉત્તમ ભક્તિ કરો.” અર્થાત્ સર્વેને તે જ શુદ્ધ યોગની ભક્તિની જ પ્રેરણા આપે છે, નહિ કે વેવલાવેડારૂપ ભક્તિની અથવા વ્યક્તિરાગરૂપ ભક્તિની.
ગાથા ૧૪૧ : અન્વયાર્થ:- “જે અન્યવશ નથી (અર્થાત્ જે પૂર્ણ ભેદશાન કરીને માત્ર શુદ્ધાત્મામાં જ ‘હુંપણું કરે છે અને તેથી જે કોઈ કર્મોનો ઉદય હોય છે અર્થાત્ ઉદય આવે છે, તેને સમતાભાવે ભોગવે છે
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૫૨
સમ્યગ્દર્શનની રીત
અર્થાત્ તેમાં સારું-ખરાબ અર્થાત્ ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ નથી કરતો, તેથી તે અન્યવશ નથી) તેને (નિશ્ચયપરમ) આવશ્યક કર્મ કહે છે. (અર્થાત્ તે જીવને આવશ્યક કર્મ છે એમ પરમયોગીશ્વરો કહે છે) (આવો) કર્મનો વિનાશ કરનારો યોગ (અર્થાત્ એવું જે આ આવશ્યક કાર્ય) તે નિર્વાણનો માર્ગ છે એમ કહ્યું છે.”
શ્લોક ૨૩૮:- “સ્વવશતાથી ઉત્પન્ન આવશ્યક કર્મસ્વરૂપ આ સાક્ષાત્ ધર્મ નિયમથી (ચોક્કસ) સચ્ચિદાનંદ મૂર્તિ આત્મામાં (સત-ચિત-આનંદસ્વરૂપ આત્મામાં અર્થાત્ પરમ પારિણામિક ભાવરૂપ આત્મામાં) અતિશયપણે હોય છે. તે આ (આત્મસ્થિત-ધર્મ), કર્મક્ષય કરવામાં કુશળ એવો નિર્વાણનો એક માર્ગ છે. તેનાથી જ હું (અર્થાત્ તેમાં જ હુંપણું કરીને હુંશીધ્ર કોઈ (અદ્ભુત) નિર્વિકલ્પ સુખને પ્રાપ્ત કરું છું.” અર્થાત્ સ્વાત્માનુભૂતિમાં અદ્ભુત-અતિન્દ્રિય નિર્વિકલ્પ આનંદ જ હોય છે તેને હું પ્રાપ્ત
શ્લોક ૨૩૯ :- “કોઈ યોગી સ્વહિતમાં લીન રહેતો થકો શુદ્ધ જીવાસ્તિકાય (અર્થાત્ પૂર્ણ જીવ કે જે પ્રમાણનો વિષય છે તેમાંથી વિભાવભાવ અર્થાત્ પરલક્ષે/કર્મના લક્ષે થવાવાળા ભાવોને ગૌણ કરતાં જ, અર્થાત્ તે જીવને દ્રવ્યદષ્ટિથી નિહાળતા જ તે પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધ જીવાસ્તિકાય પ્રાપ્ત થાય છે તે, પોતાના) સિવાયના અન્ય પદાર્થને વશ થતો નથી, આમ જે સુસ્થિત રહેવું એ નિરુક્તિ (અર્થાત્ અવશપણાનો વ્યુત્પત્તિ અર્થ) છે એમ કરવાથી (અર્થાત્ પોતામાં લીન રહી પરને વશ નહિ થવાથી) દુરિતરૂપી (દુષ્કર્મરૂપી) તિમિરપુંજનો જેણે નાશ કર્યો છે (અર્થાત્ તે કોઈ પણ પ્રકારના પાપો આચરતો નથી એવો અર્થાત્ ભાવમુનિ) એવા તે યોગીને સદા પ્રકાશમાન જ્યોતિ વડે (અર્થાત્ પરમ પરિણામિક ભાવરૂપ કારણ સમયસારરૂપ સદા પ્રકાશમાન જ્યોતિ વડે) સહજ અવસ્થા (અર્થાત્ કાર્યસમયસારરૂપી મુક્તિ) પ્રગટવાથી અમૂર્તપણું (સિદ્ધત્વની પ્રાપ્તિ) થાય છે.”
શ્લોક ૨૪૧ :- “કળિકાળમાં (અર્થાત્ વર્તમાન હુંડાઅવસર્પિણી પંચમ આરામાં) પણ ક્યાંક કોઈક ભાગ્યશાળી જીવ મિથ્યાત્વાદિરૂપ મળકાદવથી રહિત (અર્થાત્ સમ્યગ્દર્શન સહિત) અને સધર્મરક્ષામણિ એવો સમર્થ મુનિ થાય છે. જેણે અનેક પરિગ્રહોના વિસ્તારને છોડયો છે અને જે પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ છે તે આ મુનિ આ કાળે ભૂતળમાં પૃથ્વી ઉપર) તેમ જ દેવલોકમાં દેવોથી પણ સારી રીતે પૂજાય છે.” અર્થાત્ આવા સમર્થ મુનિ કોઈક વિરલા જ હોય છે કે જે અત્યંત આદરને પાત્ર છે.
શ્લોક ૨૪ર :- “આ લોકમાં તપશ્ચર્યા સમસ્ત સુબુદ્ધિઓને પ્રાણપ્યારી છે; તે યોગ્ય તપશ્ચર્યા (અર્થાત્ માત્ર આત્મલક્ષે અને મુક્તિના લક્ષે) સો ઈન્દ્રોને પણ સતત વંદનીય છે. તેને પામીને જે કોઈ જીવ કામાન્ધકારયુક્ત સંસારથી જનિત સુખમાં રમે છે, તે જડમતિ અરેરે ! કળિથી હણાયેલો છે.” અર્થાત્ ચારિત્ર અથવા તપશ્ચર્યા અંગીકાર કર્યા બાદ પણ જો કોઈ જીવને કામ-ભોગ પ્રત્યે આદર જીવંત રહે છે તો તેવા જીવને જડમતિ કહેલ છે અર્થાત્ તેવો જીવ પોતાનો અનંત સંસાર જીવંત રાખવાવાળો છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
નિયમસાર અનુસાર ધ્યાન અને સમ્યગ્દર્શનનો વિષય
શ્લોક ૨૪૩ :- ‘“જે જીવ અન્યવશ (અર્થાત્ સમ્યગ્દર્શન રહિત) છે તે ભલે મુનિવેશધારી હોય તો પણ સંસારી છે, નિત્ય દુઃખનો ભોગવનાર છે; જે જીવ સ્વવશ (અર્થાત્ સમ્યગ્દર્શન સહિત) છે તે જીવનમુકત છે, જિનેશ્વરથી કિંચિત્ ન્યૂન છે.’’
અર્થાત્ સમ્યગ્દર્શન સહિત મુનિમાં જિનેશ્વરદેવ કરતાં જરાક જ ઊણપ છે અર્થાત્ તેવાં મુનિ શીઘ્ર જ જિનેશ્વરપણું પામવા યોગ્ય છે અને સમ્યગ્દર્શન રહિત મુનિવેશધારીઓને પણ સૌપ્રથમમાં પ્રથમ સમ્યગ્દર્શન પામવાં જેવું છે, કારણ કે તેના વગર મોક્ષમાર્ગ જ શરૂ થતો નથી એવો ઉપદેશ પણ છે.
૧૫૩
શ્લોક ૨૪૪ :- ‘‘આમ હોવાથી જ જિનનાથના માર્ગને વિશે મુનિવર્ગમાં સ્વવશ મુનિ (અર્થાત્ સમ્યગ્દર્શન સહિત સમતાધારી મુનિ) સદા શોભે છે; અને અન્યવશ મુનિ નોકરના સમૂહોમાં રાજવલ્લભ નોકર સમાન શોભે છે.’’
અર્થાત્ સર્વ સંસારીજનરૂપ નોકરોમાં તે રાજવલ્લભ અર્થાત્ ઊંચી પદવીવાળા નોકરની જેમ શોભે છે તેનાથી વધારે નહિ, અર્થાત્ તેવાં મુનિ પણ ઊંચી પદવીવાળા સંસારી જ છે એમ જણાવીને સમ્યગ્દર્શનનો જ મહિમા સમજાવેલ છે કે જે એકમાત્ર સર્વે જીવોને કર્તવ્ય છે.
જ
શ્લોક ૨૪૫ :- ‘મુનિવર દેવલોકાદિના ક્લેશ પ્રત્યે રતિ તો અને નિર્વાણનાં કારણનું કારણ (અર્થાત્ નિર્વાણનાં કારણરૂપ નિશ્ચયચારિત્રનું કારણ એવાં સમ્યગ્દર્શનના વિષય) એવા સહજ પરમાત્માને ભજો (અર્થાત્ જે સમ્યગ્દર્શનનો વિષય છે તેવો પરમ પારિણામિક ભાવ કે જે આત્માનું સહજ પરિણમન છે અને તેથી જ તેને સહજ પરમાત્મારૂપ કહેવાય છે કે જેમાં ‘હુંપણું’ કરતાં સમ્યગ્દર્શન પ્રગટે છે કે જે નિશ્ચય ચારિત્રનું કારણ છે, તેથી આ સમ્યગ્દર્શનના વિષયને નિર્વાણના કારણનું કારણ કહેવાય છે) કે જે સહજ પરમાત્મા પરમાનંદમય છે, સર્વથા (અર્થાત્ ત્રણે કાળે-એકાંતે) નિર્મળ જ્ઞાનનું રહેઠાણ છે, નિરાવરણસ્વરૂપ છે અને નય-અનયના સમૂહથી (સુનયો તથા કુનયોના સમૂહથી અર્થાત્ વિકલ્પમાત્રથી) દૂર (અર્થાત્ નિર્વિકલ્પ) છે.’’
ગાથા ૧૪૫ : અન્વયાર્થ :- ‘‘જે દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં (અર્થાત્ તેમના વિકલ્પોમાં) મન જોડે છે, તે પણ અન્યવશ છે; મોહાન્ધકાર રહિત શ્રમણો આમ કહે છે.''
અર્થાત્ ઉપર જણાવ્યા અનુસાર જે નિર્વિકલ્પ શુદ્ધાત્મા છે તેમાં જ ઉપયોગ લગાવવા જેવો છે અન્યથા નહિ. આ અપેક્ષાએ ભેદરૂપ વ્યવહાર હેય છે, તેનો ઉપયોગ વસ્તુનું સ્વરૂપ સમજાવવા માત્ર જ છે; જેમ કે દ્રવ્ય-ગુણ-પર્યાય અથવા ઉત્પાદ-વ્યય-ધ્રુવ અને અનંત ગુણો વગેરે; પરંતુ તે સર્વે ભેદો વિકલ્પરૂપ હોવાથી અને વસ્તુનું સ્વરૂપ અભેદ હોવાથી, ભેદરૂપ વ્યવહારથી વસ્તુ જેમ છે તેમ સમજીને ભેદમાં ન રહેતાં, અભેદમાં જ રમવાં જેવુ છે.
અત્રે કોઈને વિકલ્પ થાય કે દૃષ્ટિનો વિષય તો પર્યાયથી રહિત દ્રવ્ય છે ને ?
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૪
સમ્યગ્દર્શનની રીત
ઉત્તર :- આવો વિકલ્પ કરવાથી ત્યાં તેનો જન્મ થાય છે અર્થાત્ એક અભેદ દ્રવ્યમાં દ્રવ્ય અને પર્યાયરૂપ દ્વૈતનો જન્મ થવાથી, અભેદનો અનુભવ થતો નથી; અર્થાત્ દષ્ટિનો વિષય અભેદ, શુદ્ધ દ્રવ્યાર્થિક નયે કરી ‘શુદ્ધાત્મા છે અને શુદ્ધ દ્રવ્યાર્થિક નયમાં પર્યાય અત્યંત ગૌણ થઈ જવાથી જણાતી જ નથી અથવા તેનો વિકલ્પ પણ આવતો નથી તેથી અભેદરૂપ શુદ્ધાત્માનો અનુભવ થઈ જાય છે કે જેમાં વિભાવ પર્યાય અત્યંત ગૌણ છે. આ જ રીત છે નિર્વિકલ્પ સમ્યગ્દર્શનની અર્થાત્ તેમાં દ્રવ્યને પર્યાયરહિત પ્રાપ્ત કરવાનો અથવા કોઈ પણ વિભાવભાવના નિષેધનો વિકલ્પ ન કરતાં, માત્ર દષ્ટિના વિષયરૂપ ‘શુદ્ધાત્મા'ને જ શુદ્ધ દ્રવ્યાર્થિક નયે કરી ગ્રહણ કરતાં, અન્ય સર્વ આપમેળે જ અત્યંત ગૌણ થઈ જાય છે.
પરંતુ જેઓ આમ ન કરતા નિષેધનો જ આગ્રહ રાખે છે, તેઓ માત્ર નિષેધરૂપ વિકલ્પમાં જ રહે છે અને નિર્વિકલ્પ સ્વરૂપનો અનુભવ કરી શકતાં નથી પરંતુ તેઓ માત્ર ભ્રમમાં જ રહે છે અને પોતાને સમ્યગ્દષ્ટિ સમજીને અનંત પરાવર્તનને આમંત્રણ આપે છે, જે કરુણા ઉપજવતી વાત છે
શ્લોક ૨૪૬ :- “જેમ ઈન્જનયુક્ત અગ્નિ વૃદ્ધિ પામે છે (અર્થાત્ જ્યાં સુધી ઈન્જન છે ત્યાં સુધી અગ્નિની વૃદ્ધિ થાય છે), તેમ જ્યાં સુધી જીવોને ચિંતા (વિકલ્પો) છે ત્યાં સુધી સંસાર છે.” અર્થાત્ નિર્વિકલ્પ સ્વરૂપ “શુદ્ધાત્મા' જ ઉપાદેય છે.
ગાથા ૧૪૬ : અન્વયાર્થ :- “જે પરભાવને પરિત્યાગીને (અર્થાત્ દષ્ટિમાં અત્યંત ગૌણ કરીને) નિર્મળ સ્વભાવવાળા આત્માને ધ્યાવે છે, તે ખરેખર આત્મવશ છે (અર્થાત્ સ્વવશ છે) અને તેને (નિશ્ચય-પરમ) આવશ્યક કર્મ (જિનો) કહે છે.” અર્થાત્ આત્મધ્યાન એ પરમ આવશ્યક છે.
શ્લોક ૨૪૯ :- “નિર્વાણનું કારણ એવો જે જિનેન્દ્રનો માર્ગ (છે) તેને આ રીતે જાણીને (અર્થાત્ જિનેન્દ્રકથિત નિર્વાણનો માર્ગ અને સમજાવ્યા અનુસાર જ છે, અન્યથા નહિ; તેથી તેને આ રીતે જાણીને) જે નિર્વાણ સંપદાને પામે છે, તેને હું ફરીફરીને વંદુ છું.”
શ્લોક ૩૫ર :- “જેણે નિજ રસના વિસ્તારરૂપી પૂર વડે પાપને સર્વ તરફથી ધોઈ નાંખ્યા છે (અર્થાત્ શુદ્ધાત્મામાં પાપરૂપ સર્વે વિભાવભાવ અત્યંત ગૌણ હોવાથી અર્થાત્ જણાતા જ ન હોવાથી અને તેમાં “હુંપણું પણ ન હોવાથી આમ કહ્યું છે), જે સહજ સમતારસથી પૂર્ણ ભરેલો હોવાથી પવિત્ર છે (અર્થાત્ શુદ્ધાત્મા સર્વગુણોના સહજ પરિણમનરૂપ પરમ પારિણામિક ભાવરૂપ સહજ સમતારસથી પૂર્ણ હોય છે), જે પુરાણ (અર્થાત્ શુદ્ધાત્મા સનાતન-ત્રિકાળશુદ્ધ) છે, જે સ્વવશ મનમાં સદા સુસ્થિત છે (અર્થાત્ સમ્યગ્દર્શન યુક્તને તે ભાવ સદા લબ્ધરૂપે હોય છે, અને જે શુદ્ધ સિદ્ધ છે (અર્થાત્ શુદ્ધાત્મા, સિદ્ધ ભગવાન સમાન શુદ્ધ છે અને તે જ અપેક્ષાએ સર્વ જીવો સ્વભાવથી સિદ્ધ સમાન જ છે” કહેવાય છે) એવો સહજ તેજરાશિમાં મગ્ન જીવ (અર્થાત્ સ્વાત્માનુભૂતિ યુક્ત જીવ) જયવંત છે.”
ગાથા ૧૪૭ : અથાર્થ :- “જો તું (નિશ્ચય પરમ) આવશ્યકને ઈચ્છે છે, તો તું આત્મસ્વભાવોમાં
Page #160
--------------------------------------------------------------------------
________________
નિયમસાર અનુસાર ધ્યાન અને સમ્યગ્દર્શનનો વિષય
૧૫૫
(અર્થાત્ શુદ્ધાત્મામાં) સ્થિરભાવ કરે છે, તેનાથી જીવને સામાયિક ગુણ સંપૂર્ણ થાય છે. અર્થાત્ જે જીવ શુદ્ધાત્મામાં જ સ્થિરભાવ કરે છે, તેને જ કાર્યકારી = સાચી સામાયિક કહેલ છે અને તેને જ અપૂર્વ નિર્જરા થાય છે.
શ્લોક ૨૫૬ :- “આત્માને અવશ્ય માત્ર સહજ-પરમ-આવશ્યકને એકને જ કે જે અઘસમૂહનું (દોષસમૂહનું) નાશક છે અને મુક્તિનું મૂળ (કારણ) છે તેને જ અતિશયપણે કરવું (અર્થાત્ સહજ-પરમઆવશ્યક એ કોઈ શારીરિક અથવા શાબ્દિક ક્રિયા ન હોવાથી, માત્ર મનની જ ક્રિયા છે અર્થાત્ અતિન્દ્રિય ધ્યાનરૂપ હોવાથી અતિશયપણે કરવા કહ્યું છે). (એમ કરવાથી) સદા નિજ રસના ફેલાવથી પૂર્ણ ભરેલો હોવાને લીધે (અર્થાત્ શુદ્ધાત્મામાં માત્ર નિજ ગુણોનું સહજ પરિણમન જ ગ્રહણ થાય છે કે જે પૂર્ણ હોવાને લીધે) પવિત્ર ને પુરાણ (સનાતન-ત્રિકાળ) એવો તે આત્મા વાણીથી દૂર (વચન અગોચર) એવા કોઈ સહજ શાશ્વત સુખને (સિદ્ધોના સુખને) પામે છે.”
શ્લોક ૨૫૭ :- “સ્વવશ મુનીંદ્રને (અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રયુક્ત મુનદ્રને) ઉત્તમ સ્વાત્મચિંતન (નિજત્માનુભવનો હોય છે, અને આ (નિજત્માનુભવનરૂપ) આવશ્યક કર્મ (તેને) મુક્તિ સૌખ્યનું (સિદ્ધત્વનું) કારણ થાય છે.”
ગાથા ૧૫૧ : અન્વયાર્થ :- “જે ધર્મધ્યાન ને શુક્લધ્યાનમાં પરિણત છે તે પણ અંતરાત્મા છે, ધ્યાનવિહીન (અર્થાત્ આ બંને ધ્યાનવિહીન) શ્રમણ બહિરાત્મા છે એમ જાણ.”
ગાથા ૧૫૪ : અન્વયાર્થ :- “જે કરી શકાય તો અહો! ધ્યાનમય (સ્વાત્માનુભૂતિરૂપ શુદ્ધાત્માના ધ્યાનમય) પ્રતિક્રમણાદિ કર; જો તું શક્તિવિહીન હોય (અર્થાત્ જે તને સમ્યગ્દર્શન થયું ન હોય અને તેથી કરીને શુદ્ધાત્માનુભૂતિરૂપ ધ્યાન કરવા શક્તિવિહીન હોય) તો ત્યાં સુધી (અર્થાત્ જ્યાં સુધી સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી) શ્રદ્ધાન જ (અર્થાત્ અત્રે જણાવેલ તત્વની તે જ રીતથી શ્રદ્ધા) કર્તવ્ય (અર્થાત્ કરવા જેવી) છે.”
શ્લોક ૨૬૪ :- “અસાર સંસારમાં, પાપથી ભરપૂર કળિકાળનો વિલાસ હોતાં, આ નિર્દોષ જિનનાથના માર્ગને વિશે મુક્તિ નથી, માટે આ કાળમાં અધ્યાત્મધ્યાન કેમ હોઈ શકે ? તેથી નિર્મળ બુદ્ધિવાળાઓ ભવભયનો નાશ કરનારી આ (ઉપર જણાવ્યા અનુસારની) નિજાત્મ શ્રદ્ધાને અંગીકૃત કરે છે.” અર્થાત્ આ કાળમાં સમ્યગ્દર્શન અત્યંત દુર્લભ હોવાથી પોતાના આત્માની અત્રે જણાવ્યાનુસાર શ્રદ્ધા પરમ કર્તવ્ય છે અર્થાત્ તે જ કાર્યકારી = સાચી ભક્તિ છે. આ પંચમકાળમાં સત્યનો - ધર્મનો મહદ અંશે લોપ થઈ જવાથી ધર્મમાં અનેક પ્રકારની વિકૃતિઓ ઘુસી ગઈ છે એટલા માટે સત્ય સમજવા માટે પણ સાધકની બુદ્ધિ નિર્મળ હોવી આવશ્યક છે. અન્યથા તે પ્રાયઃ એકાંતમાર્ગમાં જ શ્રદ્ધા કરી બેસશે, એનાથી મુક્તિને બદલે અનંત સંસાર મળશે; આ વાત જણાવેલ છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૬
સમ્યગ્દર્શનની રીત
ગાથા ૧૫૬ : અન્વયાર્થ :- “નાના પ્રકારના (અલગ અલગ અનેક પ્રકારનાં) જીવો છે, નાના પ્રકારનું કર્મ છે, નાના પ્રકારની લબ્ધિ છે, તેથી સ્વસમયો (સ્વધર્મીઓ) અને પરસમયો (પરધર્મીઓ) સાથે વચનવિવાદ વર્જવાયોગ્ય છે.”
અર્થાત્ તત્ત્વ માટે કોઈ જ વાદવિવાદ, વેરવિરોધ, ઝઘડા ક્યારેય કરવા જેવા નથી. કારણ કે તેનાથી તત્ત્વનો જ પરાજય થાય છે, અર્થાત્ ધર્મ જ લજવાય છે અને બંને પક્ષોને કોઈ જ ધર્મપ્રાપ્તિ થતી નથી, તેથી તેવાં વાદવિવાદ, વેરવિરોધ, ઝઘડા ત્યજવા જ યોગ્ય છે.
શ્લોક ૨૭૧ :- “હેયરૂપ એવો જે કનક અને કામિની સંબંધી મોહ તેને છોડીને (અર્થાત્ મુમુક્ષુ જીવે આત્મપ્રાપ્તિ અર્થે આ મોહ છોડવા જેવો છે), હે ચિત્ત ! (અર્થાત્ ચેતન !) નિર્મળ સુખને અર્થે (અર્થાત્ અતિન્દ્રિય સુખને અર્થે) પરમગુરુ દ્વારા ધર્મને પ્રાપ્ત કરીને તું અવ્યગ્રરૂપ (શાંતસ્વરૂપી) પરમાત્મામાં (અર્થાત્ નિર્વિકલ્પ પરમ પારિણામિક ભાવરૂપ ત્રિકાળી શુદ્ધ આત્મામાં) કે જે (પરમાત્મા - શુદ્ધાત્મા) નિત્ય આનંદવાળો છે, નિરૂપમ ગુણોથી અલંકૃત છે અને દિવ્ય જ્ઞાનવાળો (અર્થાત્ શુદ્ધ સામાન્ય જ્ઞાનવાળો શુદ્ધાત્મા) છે તેમાં - શીધ્ર પ્રવેશ કર.” અર્થાત્ સર્વે મુમુક્ષુ જીવોને કનક અને કામિની સંબંધી મોહ છોડીને શુદ્ધાત્મામાં જ શીઘ હુંપણું કરી તેની જ અનુભૂતિમાં એકરૂપ થઈ જવાની પ્રેરણા કરેલ છે અર્થાત્ સર્વે મુમુક્ષુ જીવોને તે જ કર્તવ્ય છે.
ગાથા ૧૫૯ : ટીકાનો શ્લોક :- “વસ્તુનો યથાર્થ નિર્ણય તે સમ્યજ્ઞાન છે, તે સમ્યજ્ઞાન, દીવાની માર્ક સ્વના અને (પર) પદાર્થોના નિર્ણયાત્મક છે (અર્થાત્ આ સમ્યજ્ઞાન એ જ વિવેકયુક્ત જ્ઞાન છે કે જે શુદ્ધાત્મામાં હુંપણું કરતું હોવા છતાં, આત્માને વર્તમાન રાગદ્વેષરૂપ અશુદ્ધિથી મુક્ત કરાવવા માટે, વિવેક્યુક્ત માર્ગ અંગીકાર કરાવે છે) તથા પ્રમિતિથી (જ્ઞતિથી) કથંચિત્ ભિન્ન (અર્થાત્ જે જાણવું થાય છે તે વિશેષ અર્થાત્ જ્ઞાનાકાર છે કે જે જ્ઞાનનું જ બનેલ હોવા છતાં તે જ્ઞાનાકારને દષ્ટિનો વિષય પ્રાપ્ત કરવા ગૌણ કરવાના હોવાથી અને તે જ્ઞાનાકાર અને જ્ઞાન કથંચિત્ અભેદ હોવાથી અર્થાત્ એકાંતે ભેદ નહિ હોવાથી તેને કથંચિત્ ભિન્ન કહ્યાં) છે.”
ગાથા ૧૬૪ અન્વયાર્થ :- “વ્યવહારનયથી જ્ઞાન પરપ્રકાશક છે; તેથી દર્શન પરપ્રકાશક છે; વ્યવહારનયથી આત્મા પરપ્રકાશક છે તેથી દર્શન પરપ્રકાશક છે.”
અર્થાત્ જે જ્ઞાન છે અથવા દર્શન છે, તે જ આત્મા છે અને પરપ્રકાશનમાં (અર્થાત્ યાકારરૂપ જ્ઞાનના પરિણમનમાં) સામાન્ય જ્ઞાન અને શેયાકાર અર્થાત્ જ્ઞાનાકાર એવા ભેદ હોવાથી, સ્વથી કથંચિત્ ભિન્ન કહેવાય છે. અર્થાત્ સ્વ, અભેદ અને નિર્વિકલ્પ સ્વરૂપ છે જ્યારે પરપ્રકાશનમાં શેયાકારરૂપ જે જ્ઞાનનું પરિણમન થાય છે તે વિકલ્પરૂપ છે અને તેથી તે ભેદરૂપ હોવાથી તેને વ્યવહારરૂપ કહ્યું છે, કારણ કે ભેદ તે વ્યવહાર અને અભેદ તે નિશ્ચય આવી જ જિનાગમની રીત છે. બીજું, જો કોઈ દર્શનને માત્ર સ્વપ્રકાશક
Page #162
--------------------------------------------------------------------------
________________
નિયમસાર અનુસાર ધ્યાન અને સમ્યગ્દર્શનનો વિષય
૧૫૭
માનતું હોય તો તે વાતનું પણ ખંડન કર્યું છે.
ગાથા ૧૭૦ : અન્વયાર્થ :- “જ્ઞાન જીવનું સ્વરૂપ છે, તેથી આત્મા આત્માને જાણે છે, જે જ્ઞાન આત્માને ન જણે તો આત્માથી વ્યતિરિક્ત (જુ૬) ઠરે !”
આ ગાથામાં પણ જો કોઈ જ્ઞાનને માત્ર પરપ્રકાશક માનતું હોય તો તે વાતનું ખંડન કર્યું છે.
ગાથા ૧૭૧ : ગાથા અને અન્વયાર્થ :- “રે ! (એટલા માટે જ) જીવ છે તે જ્ઞાન છે, ને જ્ઞાન છે તે જીવ છે, તે કારણે નિજ પરપ્રકાશક જ્ઞાન તેમ જ દષ્ટિ છે. - આત્માને જ્ઞાન જાણ, અને જ્ઞાન આત્મા છે એમ જાણ; આમાં સંદેહ નથી. તેથી જ્ઞાન તેમ જ દર્શન સ્વપરપ્રકાશક છે.”
અર્થાત્ જ્યાં પણ જ્ઞાનથી કથન થયું હોય ત્યાં પૂર્ણઆત્મા જ સમજવો અને તે ઉપરાંત કોઈક શાસ્ત્રોમાં જ્ઞાનને સાકાર ઉપયોગવાળું હોવાના કારણે પરને જાણવાવાળું કહ્યું છે અને દર્શનને નિરાકાર ઉપયોગવાળું હોવાના કારણે સ્વને જાણવાવાળું કહ્યું છે, તે વાતનો ઉપરોક્ત ગાથાઓથી નિષેધ કરેલ છે.
ગાથા ૧૭૨ : અન્વયાર્થ :- “જાણતાં અને દેખતાં હોવા છતાં (અર્થાત્ કેવળી ભગવંત સ્વપરને જાણેદેખે તો પણ) કેવળીને ઈચ્છાપૂર્વક (વર્તન) હોતું નથી, તેથી તેમને કેવળજ્ઞાની' કહ્યા છે, વળી તેથી અબંધક કહ્યા છે.” કારણ તેમને પરમાં ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ નથી અર્થાત્ પરનું જાણવું જીવને દોષકારક નથી, પરંતુ પરમાં ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ જ નિયમથી દોષકારક અર્થાત્ બંધનું કારણ છે, જે વાત અમે પૂર્વે પણ જણાવેલ છે.
શ્લોક ૨૮૭ :- “આત્માને જ્ઞાનદર્શનરૂપ જાણ અને જ્ઞાનદર્શનને આત્મા જાણ; સ્વ અને પર એવા તત્ત્વને (સમસ્ત પદાર્થોને) આત્મા સ્પષ્ટપણે પ્રકાશે છે.” અર્થાત્ જ્યાં પણ જ્ઞાનથી અથવા દર્શનથી કથન થયું હોય ત્યાં તેને અપેક્ષાએ પૂર્ણઆત્મા જ સમજવો અને તેઓને નિયમથી સ્વ-પર પ્રકાશક સમજવાં.
શ્લોક ૨૯૭ :- “ભાવો પાંચ છે, જેમાં આ પરમ પંચમભાવ (પરમ પરિણામિક ભાવ) નિરંતર સ્થાયી છે (અર્થાત્ ત્રણે કાળે એવો ને એવો જ સહજ પરિણમનરૂપ શુદ્ધ ભાવે ઊપજે છે તે અપેક્ષાએ સ્થાયી કહ્યો છે), સંસારનાં નાશનું કારણ છે અને સમ્યગ્દષ્ટિઓને ગોચર (અર્થાત્ અનુભવમાં આવે) છે, બુદ્ધિમાન પુરુષ સમસ્ત રાગદ્વેષના સમૂહને છોડીને (અર્થાત્ દ્રવ્યદષ્ટિએ કરી સમસ્ત વિભાવભાવને અત્યંત ગૌણ કરીને) તેમ જ તે પરમ પંચમભાવને જાણીને (અર્થાત્ શુદ્ધાત્માની અનુભૂતિ કરીને) એકલો (અર્થાત્ શુદ્ધાત્માની અનુભૂતિ પછીની સાધના અત્યંતર હોવાથી એકલો કહ્યો છે અથવા આ કાળમાં સમ્યગ્દર્શનની દુર્લભતા દર્શાવવા એકલો કહ્યો છે), કળિયુગમાં પાપવનમાં અગ્નિરૂપ મુનિવર તરીકે શોભે છે.” અર્થાત્ જે બુદ્ધિમાન પુરુષ પરમ પરિણામિક ભાવનો ઉગ્રપણે આશ્રય કરે છે, તે જ પુરુષ પાપવનને બાળવામાં અગ્નિ સમાન મુનિવર છે. અહીંયા પરમ પંચમભાવને નિરંતર સ્થાયી કહેલ છે અર્થાત્ અપેક્ષાએ
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૮
સમ્યગ્દર્શનની રીત
એને અપરિણામી કહી શકાય, પરંતુ એને એકાંતે અપરિણામી ન માનવો. એમ માનવાથી અનર્થ થઈ જશે અને આપણું સંસાર પરિભ્રમણ વધી જશે.
શ્લોક ૨૯૯ :- ‘‘આત્માની આરાધનારહિત જીવને સાપરાધ (અપરાધી) ગણવામાં આવ્યો છે (તેથી) હું આનંદમંદિર આત્માને (શુદ્ધાત્માને) નિત્ય નમું છું.’’ અર્થાત્ આત્માના લક્ષ સિવાયની સર્વે સાધના-આરાધના અપરાધયુક્ત કહી, કારણ કે તેનું ફળ અનંત સંસાર જ છે.
આ રીતે નિયમસારશાસ્ત્રમાં નિયમથી કારણ સમયસારરૂપ નિજ શુદ્ધાત્મા કે જે પરમ પારિણામિક ભાવરૂપ અર્થાત્ સહજ પરિણમનરૂપ છે તેને જ જાણવાનું, તેમાં જ ‘હુંપણું’ કરવાનું, તેને જ ભજવાનું અને તેમાં જ સ્થિરતા કરવાનું કહ્યું છે; આ જ મોક્ષમાર્ગનો નિશ્ચિત નિયમ અર્થાત્ ક્રમ છે, તેથી તેને નિશ્ચિત નિયમનો સાર અર્થાત્ નિયમસાર કહ્યો છે.
G
2
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૫૯
૩૩ પંચાસ્તિકાય સંગ્રહની ગાથાઓ
હવે આપણે શ્રી પંચાસ્તિકાય સંગ્રહશાસ્ત્રની થોડીક ગાથાઓ જોઈશું :
ગાથા ૧૬૫: અન્વયાર્થ:- “શુદ્ધ સંપ્રયોગથી (શુદ્ધરૂપ પરિણમેલ પ્રત્યે ભક્તિભાવથી) દુઃખમોક્ષ થાય છે એમ જે અજ્ઞાનને લીધે જ્ઞાની (અર્થાત્ સમ્યગ્દર્શનરહિત ક્ષયોપશમ જ્ઞાનની) માને, તો તે પરસમયરત છવ છે. “અહંતાદિ પ્રત્યે ભક્તિ-અનુરાગવાળી મંદશુદ્ધિથી ક્રમે મોક્ષ થાય છે' એવું જો અજ્ઞાનને લીધે (શુદ્ધાત્મસંવેદનના અભાવને લીધે, રાગાંશના લીધે) જ્ઞાનીને (અર્થાત્ ક્ષયોપશમ જ્ઞાનીને) પણ મંદ પુરુષાર્થવાળું વલણ વર્તે, તો ત્યાં સુધી તે પણ સૂક્ષ્મ પરસમયમાં રત છે.” અર્થાત્ શુભભાવરૂપ જિનભક્તિથી મુક્તિ મળે છે એવું જે માને તે મિથ્યાત્વી છે.
ગાથા ૧૬૬ : અન્વયાર્થ :- “અહંત, સિદ્ધ, ચૈત્ય (અહંતાદિની પ્રતિમા), પ્રવચન (શાસ્ત્ર), મુનિગણ અને જ્ઞાન પ્રત્યે ભક્તિસંપન્ન જીવ ઘણું પુણ્ય બાંધે છે, પરંતુ તે ખરેખર કર્મનો ક્ષય કરતો નથી.”
અર્થાત્ મોક્ષમાર્ગ માત્ર સ્વાત્માનુભૂતિરૂપ સમ્યગ્દર્શન સિવાય મળતો જ નથી, તે જ દઢ કરાવવું છે માટે સર્વેજનોએ સમ્યગ્દર્શન અર્થે જ સર્વ પ્રયત્નો કરવાં; તે જ વાત હવે આગળ પણ જણાવે છે.
ગાથા ૧૬૯ : અન્વયાર્થ :- “માટે મોક્ષાર્થી જીવ (મુમુક્ષ) નિઃસંગ (અર્થાત્ પોતાને શુદ્ધાત્મરૂપ અનુભવીને કારણ કે તે ભાવ ત્રિકાળ નિઃસંગ છે) અને નિર્મમ (અર્થાત્ સર્વે પ્રત્યે મમતા ત્યજીને અર્થાત્ સર્વ સંયોગભાવમાં આદર છોડીને નિર્મમ) થઈને સિદ્ધોની (અભેદ) ભક્તિ (શુદ્ધ આત્મદ્રવ્યમાં સ્થિરતારૂપ પરમાર્થિક સિદ્ધભક્તિ) કરે છે, તેથી તે નિર્વાણને પામે (અર્થાત્ મુક્ત થાય) છે.” અમે પૂર્વે જણાવ્યા અનુસાર શુદ્ધાત્માની અભેદ ભક્તિ જ મોક્ષમાર્ગમાં કાર્યકારી છે નહિ કે વેવલાવેડારૂપ ભક્તિ અથવા વ્યક્તિરાગરૂપ ભક્તિ.
ગાથા ૧૭૨ : અન્વયાર્થ :- “તેથી મોક્ષાભિલાષી જીવ (મુમુક્ષ) સર્વત્ર કિંચિત્ પણ રાગ ન કરો; એમ કરવાથી તે ભવ્ય જીવ વીતરાગ થઈ ભવસાગરને તરે છે.” અર્થાત્ મોક્ષાભિલાષી જીવે મત, પંથ, સંપ્રદાય, વ્યક્તિવિશેષ, વગેરે ક્યાંય રાગ કરવા જેવો નથી.
૯
-૦
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૬૦
સમ્યગ્દર્શનની રીત
૩૪
અષ્ટપાડની ગાથાઓ
હવે આપણે અષ્ટપાહુડશાસ્ત્રની થોડીક ગાથાઓ જોઈશું :
‘દર્શન પાહુડ’ ગાથા ૮ : અર્થ :- “જે પુરુષો દર્શનમાં ભ્રષ્ટ છે (અર્થાત્ મિથ્યાત્વી છે) તથા જ્ઞાનચારિત્રમાં પણ ભ્રષ્ટ છે, તે પુરુષો ભ્રષ્ટમાં પણ વિશેષ (અતિ) ભ્રષ્ટ છે, કોઈ તો દર્શન સહિત છે પરંતુ જ્ઞાન-ચારિત્ર તેમને હોતા નથી, તથા કોઈ અંતરંગ દર્શનથી ભ્રષ્ટ છે, તો પણ જ્ઞાન-ચારિત્રનું સારી રીતે પાલન કરે છે (અત્રે જ્ઞાન એટલે જિનાગમનું ક્ષયોપશમ જ્ઞાન લેવું), અને જે દર્શન-જ્ઞાન-ચારિત્ર આ ત્રણેથી ભ્રષ્ટ છે તેઓ તો અત્યંત ભ્રષ્ટ છે; તેઓ પોતે તો ભ્રષ્ટ છે, પરંતુ બાકીના અર્થાત્ પોતાના સિવાય અન્ય જનોને પણ ભ્રષ્ટ કરે છે.’’
આ ગાથાથી સ્પષ્ટ થાય છે કે જિનસિદ્ધાંતને વિશે અનેકાંત પ્રવર્તે છે અર્થાત્ જિનસિદ્ધાંતમાં દરેક કથન અપેક્ષાએ જ હોય છે અને તેથી કરી કોઈ સ્વચ્છંદે એમ કહે કે સમ્યગ્દર્શન સિવાય અભ્યાસાર્થે અને પાપથી બચવાં પણ અહિંસાદિ વ્રત-તપ ન હોય, તેઓને અત્રે ભ્રષ્ટથી પણ અતિ ભ્રષ્ટ કહ્યાં અને અન્યોને પણ તેઓ ભ્રષ્ટરૂપ પ્રવર્તવાવાળા કહ્યાં છે.
અર્થાત્ આ કાળે સમ્યગ્દર્શન અતિ દુર્લભ હોવાને કારણે, જો કોઈ મિથ્યાત્વી જીવ (અર્થાત્ દર્શનવિહીન જીવ અથવા દર્શન ભ્રષ્ટ જીવ) જ્ઞાન અથવા ચારિત્રની આરાધના કરે છે તો તેમાં કાંઈ જ ખોટું નથી, માત્ર તે જ્ઞાન અને ચારિત્ર તેને મુક્તિ અપાવવા શક્તિમાન નહિ હોવાથી અને ગુણસ્થાનક અનુસાર ન હોવાથી, તે તેને માત્ર અભ્યાસરૂપ અને શુભ ભાવરૂપ જ છે; પરંતુ તેની કોઈ મનાઈ નથી, ઊલટું તેને માટે અત્રે પ્રોત્સાહન આપેલ છે; જેથી સર્વેએ જિનસિદ્ધાંત સર્વ અપેક્ષાએ સમજવો અત્યંત આવશ્યક છે, નહિ કે એકાંતે કારણ કે એકાંત અનેકોના પરમ અહિતનું કારણ થવા સક્ષમ છે.
‘ભાવ પાહુડ’ ગાથા ૮૬ : અર્થ :- ‘અથવા જે પુરુષ આત્માને ઈષ્ટ કરતો નથી (અર્થાત્ જેનું લક્ષ આત્માપ્રાપ્તિ નથી), તેનું સ્વરૂપ જાણતો નથી (અર્થાત્ આત્મસ્વરૂપ વસ્તુવ્યવસ્થાનું સત્ય જ્ઞાન નથી), અંગીકાર કરતો નથી (અર્થાત્ આત્માને અનુભવતો ન હોવાને કારણે મિથ્યાત્વી છે) અને સર્વ પ્રકારના સમસ્ત પુણ્ય કરે છે, તો પણ સિદ્ધિ (મોક્ષ) પામતો નથી, પરંતુ તે પુરુષ સંસારમાં જ ભ્રમણ કરે છે.’’
Page #166
--------------------------------------------------------------------------
________________
અષ્ટપાહુડની ગાથાઓ
અર્થાત્ જેનું લક્ષ આત્માપ્રાપ્તિ નથી તેવો જીવ સર્વ પ્રકારના સમસ્ત પુણ્ય કરે છે તો પણ સિદ્ધિ (મોક્ષ) પામતો નથી, પરંતુ તે પુરુષ સંસારમાં જ ભ્રમણ કરે છે, માટે સર્વે મોક્ષેચ્છુઓએ પૂર્વે આપણે જોયું તેમ એકમાત્ર આત્માના લક્ષે જ શુભમાં રહેવું અને અશુભનો ત્યાગ કરવો એવો છે વિવેક. અર્થાત્ પાપનો તો ત્યાગ જ અને એકમાત્ર આત્મપ્રાપ્તિને લક્ષે જે ભાવ હોય તે નિયમથી શુભ જ હોય, આવી છે સહજવ્યવસ્થા. પરંતુ જે કોઈ આનાથી વિપરીત ગ્રહણ કરે, તો તેના તો હવે પછીના ભવોનાં પણ ઠેકાણાં નહિ રહે અને જિનધર્મ વગેરેરૂપ ઉત્તમ સંયોગો પણ પ્રાપ્ત થવાં દુર્લભ થઈ પડશે. તેથી શાસ્ત્રમાંથી છળ ગ્રહણ ન કરવું, અન્યથા અનંત સંસાર ભ્રમણ જ મળશે કે જે અનંત દુ:ખનું કારણ છે.
‘મોક્ષપાહુડ’ : ગાથા ૯ : અર્થ :- ‘મિથ્યાદષ્ટિ પુરુષ પોતાના દેહ સમાન બીજાના દેહને જોઈને, એ દેહ અચેતન છે તો પણ, મિથ્યાભાવથી આત્મભાવ દ્વારા ઘણો પ્રયત્ન કરીને, તેને પરનો આત્મા જ માને છે, અર્થાત્ સમજે છે.’’
જ
મિથ્યાત્વી જીવ આ જ રીતે દેહભાવ પુષ્ટ કરે છે. જો તે સાક્ષાત્ સમોસરણમાં પણ જાય, તો ભગવાનના દેહને જ આત્મા માનીને અથવા જો તે મંદિરમાં જાય, તો ભગવાનની મૂર્તિરૂપ દેહને જ આત્મા માને છે અને પૂજે છે અને તેમ કરીને તે પોતાનો દેહાધ્યાસ જ પાકો કરે છે અર્થાત્ દેહાધ્યાસ જ દઢ કરે છે. ગાથા ૧૮ : અર્થ :- ‘સંસારના દુ:ખ આપવાવાળા જ્ઞાનાવરણાદિક દુષ્ટ આઠ કર્મોથી રહિત છે (અર્થાત્ જે સમ્યગ્દર્શનના વિષયરૂપ શુદ્ધાત્મા છે તેમાં દ્રવ્યદૃષ્ટિએ કરી સર્વ વિભાવભાવ અસ્ત થયો છે અર્થાત્ અત્યંત ગૌણ થઈ ગયો છે તેથી તે દુષ્ટ આઠ કર્મોથી રહિત કહ્યો છે), જેને કોઈની ઉપમા આપી શકાય નહિ એવો અનુપમ છે, જેનું જ્ઞાન એ જ શરીર છે (અર્થાત્ જે સામાન્ય જ્ઞાનમાત્ર ભાવ છે તે જ, પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા છે તે જ), જેનો નાશ નથી એવો અવિનાશી - નિત્ય છે અને શુદ્ધ અર્થાત્ વિકાર રહિત છે તે કેવળજ્ઞાનમયી આત્મા (અર્થાત્ સર્વે ગુણોના સહજ પરિણમનરૂપ પરમ પારિણામિક ભાવ કે જેને શુદ્ધાત્મા પણ કહેવાય છે, તેનાં સર્વે ગુણો શુદ્ધ જ પરિણમે છે તે અપેક્ષાએ કેવળજ્ઞાનમયી કહ્યો છે અને બીજું ઉપર જણાવ્યા અનુસાર જેનું જ્ઞાન એ જ શરીર છે અર્થાત્ તે જ્ઞાનમાત્ર ભાવ હોવાથી તેને કેવળજ્ઞાનમયી કહ્યો છે) જિન ભગવાન સર્વજ્ઞે કહ્યો છે, તે જ સ્વદ્રવ્ય [અર્થાત્ તે જ મારું સ્વ છે અને તેમાં જ મારે ‘હુંપણું (એકત્વ)' કરવા જેવું છે તે અપેક્ષાએ તેને સ્વદ્રવ્ય કહ્યો] છે.'' આ પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા જ ઉપાદેય છે અને તેમાં જ ‘હુંપણું’ કરતાં સ્વાત્માનુભૂતિરૂપ સમ્યગ્દર્શન પ્રગટે છે તેમ આ ગાથામાં જણાવેલ છે.
બીજું, અનેક લોકો અહીંયા જણાવેલ સ્વભાવનું લક્ષણ જેવા કે જ્ઞાનાવર્ણાદિક આઠ કર્મોથી રહિત અથવા કેવળજ્ઞાનમયીને શબ્દશઃ પકડીને અને નયોથી અપરિચિત હોવાને કારણે અથવા તો નયોના પક્ષવાળા હોવાના કારણે આ વાતને સમજી નથી શકતા.
ગાથા ૨૦ : અર્થ :- ‘‘યોગી-ધ્યાની-મુનિ છે તે જિનવરભગવાનના મતથી શુદ્ધાત્માને ધ્યાનમાં
૧૬૧
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૬૨
સમ્યગ્દર્શનની રીત
ધ્યાવે છે (અર્થાત્ એકમાત્ર શુદ્ધાત્માનું જ ધ્યાન કરવા જેવું છે, તે જ ઉત્તમ છે ને તેના ધ્યાનથી જ યોગી કહેવાય છે), તેથી નિર્વાણને પ્રાપ્ત કરે છે, તો તેનાથી શું સ્વર્ગલોક પ્રાપ્ત ન થઈ શકે ? અવશ્ય જ પ્રાપ્ત થઈ શકે છે.’’
અર્થાત્ અનેક લોકો સ્વર્ગની પ્રાપ્તિને અર્થે નાના પ્રકારના – અનેક ઉપાયો કરતાં જોવા મળે છે, । તે ઉપાયોથી તો કદાચ ક્ષણિક સ્વર્ગ પ્રાપ્ત થાય પણ અથવા ન પણ થાય, પરંતુ પરંપરામાં તો તેને અનંત સંસાર જ મળે છે; જ્યારે શુદ્ધાત્માનું અનુભવન અને ધ્યાનથી મુક્તિ મળે છે અને મુક્તિ ન મળે ત્યાં સુધી સ્વર્ગ અને સ્વર્ગ જેવું જ સુખ હોય છે, તેથી સર્વેએ તેનું જ ધ્યાન કરવા યોગ્ય છે કે જે મુક્તિનો માર્ગ છે અને તે માર્ગમાં સ્વર્ગ તો સહજ જ હોય છે, તેની માગણી નથી હોતી એમ જણાવેલ છે.
જ
ગાથા ૬૬ : અન્વયાર્થ :- ‘‘જ્યાં સુધી મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાં પોતાના મનને જોડેલું રાખે છે (અર્થાત્ મનમાં ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આદરભાવ વર્તે છે), ત્યાં સુધી આત્માને જાણતો નથી (કારણ કે તેનું લક્ષ વિષયો છે આત્મા નહિ. તેથી કરીને જ પૂર્વે અમે કહ્યું હતું કે ‘મને શું ગમે છે ?’ એ મુમુક્ષુ જીવે જોતા રહેવું અને તેનાથી પોતાની યોગ્યતાની તપાસ કરતાં રહેવી અને જો યોગ્યતા ન હોય તો તેનો પુરુષાર્થ કરવો આવશ્યક છે) તેથી વિષયોથી વિરક્ત ચિત્તવાળા યોગી-ધ્યાની-મુનિ જ આત્માને જાણે છે.’’ આ ગાથામાં આત્મપ્રાપ્તિ માટેની યોગ્યતા જણાવેલ છે.
‘શીલ પાહુડ’ : ગાથા ૪ : અર્થ :- “જ્યાં સુધી આ જીવ વિષયબળ અર્થાત્ વિષયોને વશ રહે છે ત્યાં સુધી જ્ઞાનને જાણતો નથી અને જ્ઞાનને જાણ્યા વિના કેવળ વિષયોથી વિરક્ત થવા માત્રથી જ પહેલા બાંધેલાં કર્મોનો નાશ થતો નથી.’’
અર્થાત્ વિષયવિરક્તિ એ કોઈ ધ્યેય નથી પરંતુ સમ્યગ્દર્શન કે જે ધ્યેય છે તેના માટેની આવશ્યક યોગ્યતા છે અને તે પણ એકમાત્ર આત્માલક્ષે જ હોવી જોઈએ કે જેથી તેનાથી આગળ આત્મજ્ઞાન થતાં જ, અપૂર્વ નિર્જરા જણાવેલ છે; પરંતુ આત્મજ્ઞાનના લક્ષ વગરની માત્ર વિષયવિરક્તિ કર્મ ખપાવવામાં કાર્યકારી નથી એમ જણાવેલ છે, અર્થાત્ મુમુક્ષુ જીવોએ એકમાત્ર આત્મલક્ષે વિષયવિરકિત કરવી અત્યંત આવશ્યક છે.
-CRO
Page #168
--------------------------------------------------------------------------
________________
૩૫
સમ્યગ્દર્શન અને મોક્ષમાર્ગ
૧૬૩
અહીં સુધી જે ભાવો આપણે દૃઢ કર્યા તે એ છે કે, સમ્યગ્દર્શન અને પછીથી મોક્ષમાર્ગ અને મુક્તિ માટે દરેકે લક્ષમાં લેવા જેવી કોઈ વસ્તુ હોય, તો તે છે સમ્યગ્દર્શનનો વિષય કે જે પરમ પારિણામિક ભાવરૂપ અર્થાત્ આત્માના સહજ પરિણમનરૂપ શુદ્ધાત્મા છે કે જે મુક્તિનું કારણ હોઈને, કારણ સમયસાર અથવા કારણશુદ્ધ પર્યાય તરીકે પણ જણાવેલ છે, તેના ઘણાં નામો પ્રયોજવામાં આવે છે; પરંતુ તેમાંથી શબ્દો નહિ પકડતાં, એકમાત્ર શુદ્ધાત્મારૂપ ભાવ જેમ કહ્યો છે તેમ લક્ષમાં લેવો આવશ્યક છે, કારણ કે તેના વગર મોક્ષમાર્ગમાં પ્રવેશ જ નથી. આ કારણે ભેદજ્ઞાન કરાવવા, આધ્યાત્મિક શાસ્ત્રો તેને ‘સ્વતત્ત્વ’ કે ‘સ્વભાવ’રૂપ આત્મા માને છે અને બાકીના જે આત્માના તમામ ભાવો છે તેનો આત્મામાં ‘નકાર’ કરે છે, તેને જ ‘નેતી નેતી’ રૂપ પણ કહેવાય છે અર્થાત્ નિશ્ચયનયરૂપ નકાર પણ કહેવાય છે. જેથી કરીને સમયસાર અથવા નિયમસાર જેવાં આધ્યાત્મિક શાસ્ત્રોનો પ્રાણ – હાર્દ માત્ર આ શુદ્ધાત્મા જ છે; કારણ કે તે શાસ્ત્રો ભેદજ્ઞાનનાં શાસ્ત્રો છે કે જેથી કરી મુમુક્ષુ જીવો પોતાના વિભાવભાવથી ભેદજ્ઞાન કરી, ‘શુદ્ધાત્મા’નો અનુભવ કરે અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરી મોક્ષમાર્ગમાં આગળ વધી પરંપરાએ મુક્ત થાય, એ જ આ શાસ્ત્રનો એકમાત્ર ઉદ્દેશ છે. તેથી આ શાસ્ત્રોને આ ઉદ્દેશથી અર્થાત્ આ અપેક્ષાએ સમજવા અત્યંત આવશ્યક છે, નહિ કે એકાંતે. પ્રાયઃ મોટો વર્ગ આ ઉદ્દેશ્યને લોકો સમજી નહીં શકવાથી આવાં ઉત્તમ શાસ્ત્રોથી દૂર જ રહે છે અને બીજો વર્ગ આને એકાંતરૂપથી ગ્રહણ કરીને સ્વચ્છંદ રૂપે પરિણમે છે. પરંતુ આવાં શાસ્ત્રોને સમ્યકરૂપથી સમજીને પ્રરૂપણા કરવાવાળા, તો બહુ જ જૂજ (ઓછા) લોકો છે.
-
જેમ કે આ શાસ્ત્રો વાંચીને લોકો એમ કહેવા લાગે કે મારામાં તો રાગ છે જ નહીં, હું રાગ કરતો જ નથી, વગેરે અને તેઓ તેના ઉદ્દેશરૂપ ભેદજ્ઞાન ન કરતાં, તેનો જ આધાર લઈ સ્વચ્છંદે રાગદ્વેષરૂપે જ પરિણમે અને તે પણ જરાય અફસોસ વગર, આનાથી મોટી કરુણતાં શું હોય ? અર્થાત્ આનાથી મોટું પતન શું હોય ? અર્થાત્ આ મહાપતન જ છે. કારણ કે જે શાસ્ત્રો ભેદજ્ઞાન કરીને મુક્ત થવા માટેના છે, તેને લોકો એકાંતે શબ્દશઃ સમજીને-જાણીને સ્વચ્છંદે પરિણમી, પોતાના અનંત સંસારનું કારણ થાય અને તેઓ માને છે કે અમે બધું જ સમજી ગયા, અમે અન્યો કરતાં ઊંચા/મોટાં છીએ, કારણ કે અન્યોને તો
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬૪
સમ્યગ્દર્શનની રીત
આ વાતની ખબર જ નથી કે આત્મા રાગ કરતો જ નથી, આત્મામાં રાગ છે જ નહીં વગેરે; આ છે સ્વચ્છેદે શબ્દોને પકડીને એકાંતરૂપ પરિણમન કે જે સમયસાર અથવા નિયમસાર જેવા શાસ્ત્રનું પ્રયોજન જ નથી. ઊલટો રાગ તે આત્મામાં જવાની સીડી છે, કારણ કે જે રાગ છે તે આત્માનો વિશેષભાવ છે કે જેને ગૌણ કરતાં જ શુદ્ધાત્મા જણાય છે અર્થાત્ સર્વે વિશેષભાવો સાધનરૂપ છે અને તેને ગૌણ કરતાં જ તે જેના બનેલા છે તે પરમ પરિણામિક ભાવ સાધ્યરૂપ છે. આ જ રીત છે સમ્યગ્દર્શનની. કારણ કે સ્થળથી જ સૂક્ષ્મમાં જવાય અર્થાત્ પ્રગટથી જ અપ્રગટમાં જવાય અર્થાત્ વ્યક્તથી જ અવ્યક્તમાં જવાય એ જ નિયમ છે. આધ્યાત્મિક શાસ્ત્રો ભેદજ્ઞાન કરાવવા માટે વિભાવભાવને જીવના નથી એમ કહે છે, કારણ કે તેમાં હુંપણું' નથી કરવાનું અર્થાત્ સમ્યગ્દર્શન માટે માત્ર ‘શુદ્ધાત્મા'માં જ “હુંપણું કરવાનું હોઈને આ શાસ્ત્રોમાં જીવના અન્ય ભાવોને પુદ્ગલ ભાવો અર્થાત્ પરભાવો કહ્યા છે નહિ કે સ્વચ્છેદે પરિણમવા માટે.
અર્થાત્ આત્મામાં રાગ થતો જ નથી એવો આ શાસ્ત્રનો અભિપ્રાય જ નથી, પરંતુ તે રાગરૂપ વિભાવભાવથી ભેદજ્ઞાન કરાવવા માટે તેને પુગલનો જણાવેલ છે. જૈન સિદ્ધાંતનો વિવેક તો એ છે કે ‘હુંપણું માત્ર શુદ્ધાત્મામાં અને જ્ઞાન પ્રમાણનું અર્થાત્ અશુદ્ધરૂપે પરિણમેલ પૂર્ણ આત્માનું અને તેવો વિવેક કરી, તે મુમુક્ષુ તેવા રાગરૂપ ઉદયભાવથી હંમેશ માટે મુક્ત થવાનો પ્રયત્ન (પુરુષાર્થ) આદરે છે, નહિ કે તે મારા નથી, હું કરતો નથી વગેરે કહીને તેને પોષવાનો સ્વછંદ આચરે છે. આવી છે વિપરીત સમજની કરુણા.
આવા વિપરીતભાવ જ્ઞાની અથવા મુમુક્ષુ જીવને એક સમય પણ સહન કરવા જેવો લાગતો નથી આ કારણે એમને આવા જીવો પર કરુણા આવે છે. તે ભાવ તો આત્માને (અર્થાત્ મને) બંધનરૂપ છે, દુ:ખરૂપ છે તેથી આવા ભાવનું પોષણ તો કોઈ (જ્ઞાની અથવા મુમુક્ષુ કોઈ) પણ નથી કરતાં; એટલે જે સ્વચ્છેદે આવા ભાવોનું પોષણ કરે છે, તે પોતાનું પરમ અહિત જ કરી રહ્યા છે અને તેઓ શાસ્ત્રોનો મર્મ જ સમજ્યા નથી, આવું અત્યંત અફસોસસહ - કરુણાસહ કહેવું આવશ્યક જ છે.
અમે આ પુસ્તકમાં અહીં સુધી જે શુદ્ધાત્માનું વર્ણન કર્યું છે તે જ ભાવ અને વારંવાર અનુભવીએ છીએ અને તેને જ શબ્દોમાં વર્ણન કરવાનો અમે પ્રયત્ન કરેલ છે, કે જે પૂર્ણરૂપથી શક્ય નથી જ, કારણ કે તે અનુભવને શબ્દોમાં ભગવાન પણ કહી શક્તા નથી. તેથી કરીને અમે આપને અનુરોધ કરીએ છીએ કે આપ અહીં સુધી કરેલ સ્પષ્ટતાથી અને આગળ સમયસારના આધારે અમે જે વિશેષ સ્પષ્ટતાના કરવાના છીએ, તે બંનેનો મર્મ સમજીને આપ પણ “સ્વતત્વનો અનુભવ કરો અને પરમસુખ-શાંતિ-પરમાનંદરૂપ મુક્તિ પામો, બસ એ જ એકમાત્ર ઉદ્દેશથી આ સર્વ લખેલ છે.
૯૮૦
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૬૫
૩૬
સમયસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
શ્રી સમયસાર પૂર્વરંગ : ગાથા ૨ : ગાથાર્થ :- “હે ભવ્ય ! જે જીવ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ (અર્થાત્ જે દર્શન-જ્ઞાન-ચારિત્ર અને અનંતા ગુણોના સહજ પરિણમનરૂપ પરમ પારિણામિક ભાવમાં જ હુંપણું' સ્થાપીને તેમાં જ સ્થિત થયેલ છે તે સ્વસમય અર્થાત્ સમ્યગ્દષ્ટિ જણ); અને જે જીવ પુદ્ગલ કર્મોના પ્રદેશોમાં સ્થિત થયેલ છે તેને પરસમય (અર્થાત્ જે વિભાવભાવ સહિતના જીવમાં “હુંપણું કરે છે તેને મિથ્યાત્વી જીવી જાણ.”
અત્રે સમ્યગદર્શનનો વિષય જણાવ્યો છે, એમાં સમજવાનું એ છે કે અરીસાના દષ્ટાંતથી જેમ અરીસાના સ્વચ્છત્વરૂપ પરિણમનમાં જે હુંપણું કરે છે તે સ્વસમય અથાત્ પ્રતિબિંબોને ગૌણ કરીને માત્ર અરીસાને જાણવો, જેમ કે આત્માના સહજ પરિણમનરૂપ પરમ પરિણામિક ભાવ = જ્ઞાન સામાન્ય ભાવ = નિષ્ક્રિય ભાવમાં પ્રતિબિંબ રૂપે બાકીના ચાર ભાવો રહેલ છે, તો તે ચાર ભાવોને ગૌણ કરીને માત્ર સ્વચ્છત્વરૂપ પરમ પરિણામિક ભાવ = સ્વસમયમાં જ “હુંપણું કરવું. આમ કઈ રીતે કરી શકાય છે ? તો તેની રીત આચાર્ય ભગવંત ગાથા ૧૧માં જણાવ્યું છે કે કતકફળરૂપ બુદ્ધિથી આમ થઈ શકે એમ જણાવેલ છે. અને ગાથા ર૯૪માં પ્રજ્ઞાછીણી વડે આ જ પ્રક્રિયા કરવાનું જણાવેલ છે. અને સમજવાનું એ છે કે પર્યાયરહિતનું દ્રવ્ય એટલે કે આત્માના ચાર ભાવોને ગૌણ કરીને = રહિત કરીને પંચમ ભાવરૂપ દ્રવ્યની પ્રાપ્તિ કે જે કતકફળરૂપ બુદ્ધિથી અથવા પ્રજ્ઞારૂપી છીણીથી જ થઈ શકે તેમ છે અન્યથા નહીં. આચાર્ય ભગવંતે કોઈ ભૌતિક છીણીથી કે કપડાંનું ઉદાહરણ દઈને કાતરથી જીવમાં ભેદજ્ઞાન કરવાનું નથી કહ્યું, કારણ કે જીવ એક અભેદ-અખંડ-જ્ઞાન ઘનરૂપ દ્રવ્ય છે. માટે તે પર્યાયરહિતનું દ્રવ્ય પ્રાપ્ત કરવા માટે પ્રજ્ઞાછીણીરૂપ બુદ્ધિથી ચાર ભાવને ગૌણ કરી શેષ રહેલ એકમાત્ર ભાવ કે જે પરમ પારિણામિક ભાવરૂપ છે કે જે સદા એવો ને એવો જ ઊપજે છે, તેમાં હુંપણું કરવાનું કહ્યું છે, તેને જ સ્વસમય’ કહ્યો છે કે જેમાં હુંપણું કરવાથી જ સમ્યગ્દર્શન પ્રગટે છે. અને સાથે જ સમ્યકજ્ઞાન રૂપથી એ જ “સ્વસમયનો અનુભવ થાય છે, જેને આચાર્ય ભગવંતોએ આત્માની અનુભૂતિ જણાવી છે.
ગાથા ૨ : ટીકા :- આચાર્ય ભગવંત ટીકામાં જણાવે છે કે, “...આ જીવ પદાર્થ કેવો છે? સદાય
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૬
સમ્યગ્દર્શનની રીત
પરિણામ સ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી (પરમ પરિણામિક ભાવરૂપ હોવાથી) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ (અર્થાત્ અનુભૂતિ અભેદ દ્રવ્યની જ હોય છે અર્થાત્ અનુભૂતિ રૂપ ભગવાન આત્મા = જીવરાજા = દ્રવ્યપર્યાયની એકતારૂપ હોય છે. કારણ, પર્યાય ન હોય તો તે દ્રવ્ય જ ન હોય એટલે કે ભૌતિક છીણીથી પર્યાયને ન કાઢતાં, પ્રજ્ઞાછીણીથી પરભાવરૂપ ચાર ભાવોને કાઢીને એટલે કે ગૌણ કરીને જે પરમ પરિણામિક ભાવરૂપ = સહજ ભવનરૂપ આત્મા શેષ રહે, તેમાં હુંપણું કરતાં જ અનુભૂતિ પ્રગટે છે, તે અનુભૂતિ) જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે... વળી કેવો છે? પોતાના અને પરદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી (એટલે કે સ્વ-પર પ્રકાશકપણું સ્વાભાવિક છે, તેમાં પણ જો પરને કાઢી નાંખશો તો સ્વ જ નહીં રહે. કારણ કે જ્યાં પરનું પ્રકાશન થાય છે તે સ્વ તો જ્ઞાન જ છે = આત્મા જ છે. ત્યાં પણ પ્રકાશન ગૌણ કરવાનું છે, નિષેધ નહીં; પર પ્રકાશન ગૌણ કરતાં જ જ્ઞાન = આત્મભાવ = શાકભાવ પ્રાપ્ત થાય છે, જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું પ્રાપ્ત કર્યું છે. (અર્થાત્ જે સમસ્ત રૂપને પ્રકાશે છે કે જેને ગૌણ કરતાં જ જે ભાવ = જ્ઞાન શેષ રહે છે, તે જ જ્ઞાનરૂપ એકપણું પ્રાપ્ત કર્યું છે. એટલે કે જ્ઞાનધનપણું પ્રાપ્ત કર્યું છે.) આ વિશેષણથી, જ્ઞાન પોતાને જ જાણે છે, પરને નથી જાણતું એમ એકાકાર જ માનનારનો, તથા પોતાને નથી જાણતું પણ પરને જાણે છે એમ અનેકાકાર જ માનનારનો, વ્યવચ્છેદ થયો. (અત્રે સમજવાનું એ છે કે કોઈ પણ એકાંત માન્યતા જિનમત બાહ્ય છે અને એવું જે કથન છે કે અંતે તો અનેકાંત પણ સમ્યક એકાંત પામવા માટે જ છે – તેનો હાર્દ એવો જ છે કે જે પાંચ ભાવરૂપ જીવનું વર્ણન છે કે જે અનેકાંતરૂપ છે તે પરમ પારિણામિક ભાવરૂપ સમ્યક એકાંત પામવા માટે છે. નહિ કે “આત્મા ખરેખર પરને જાણતો જ નથી” અથવા કોઈ પણ અપેક્ષા એ આત્મામાં રાગદ્વેષ છે જ નહીં' વગેરે એકાંત પ્રરૂપણારૂપ કે જે જિનમત બાહ્ય જ ગણાય છે)... જ્યારે આ (જીવ), સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી, સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શનજ્ઞાનસ્વભાવમાં (અને સર્વગુણ સમજવા) નિયત વૃત્તિરૂપ (અસ્તિત્વરૂપ) (પર્યાયરૂપ = પરમ પારિણામિક ભાવરૂપ = કારણશુદ્ધપર્યાયરૂપ) આત્મતત્વ સાથે એકત્વગતપણે વર્તે છે (માત્ર તેમાં જ “હુંપણું કરે છે, ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં (અત્રે સર્વ ગુણ સમજવા) સ્થિત હોવાથી યુગપદ સ્વને એકત્વપૂર્વક જાણતો તથા સ્વ-રૂપે એકત્વપૂર્વક પરિણમતો (અર્થાત્ માત્ર સહજ આત્મ પરિણતિરૂપ = પરમ પરિણામિક ભાવરૂપ = કારણશુદ્ધપર્યાયરૂપ આત્મામાં જ “હુંપણું કરતો) એવો તે
સ્વસમય' (સમ્યગ્દર્શની છે) એમ પ્રતીત કરવામાં આવે છે... મોહ તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, દર્શનશાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વથી (અર્થાત્ દષ્ટિનો વિષય = કારણશુદ્ધપર્યાય = પરમ પરિણામિક ભાવથી) છૂટી પારદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહરાગદ્વેષાદિ ભાવો સાથે એકત્વગતપણે (એકપણું માનીને) (પાંચ ભાવરૂપ જીવમાં હુંપણું કરીને) વર્તે છે, ત્યારે.... તે ‘પરસમય છે (એટલે કે મિથ્યાત્વી જ છે.)''
Page #172
--------------------------------------------------------------------------
________________
સમયસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
ગાથા ૩ : ગાથાર્થ :- ‘“એકત્વનિશ્ચયને પ્રાપ્ત જે સમય છે (અર્થાત્ જેણે માત્ર શુદ્ધાત્મામાં જ ‘હુંપણું’ કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે, તેવો આત્મા) તે લોકમાં બધેય સુંદર છે (અર્થાત્ તેવો જીવ ભલે નરકમાં હોય કે સ્વર્ગમાં હોય અર્થાત્ દુ:ખમાં હોય કે સુખમાં હોય, પરંતુ તે સુંદર અર્થાત્ સ્વમાં સ્થિત છે) તેથી એકત્વમાં બીજાની સાથે બંધની કથા (અર્થાત્ બંધરૂપ વિભાવભાવોમાં ‘હુંપણું’ કરતાં જ મિથ્યાત્વનો ઉદય થવાથી) વિસંવાદ-વિરોધ કરનારી (અર્થાત્ સંસારમા અનંત દુ:ખરૂપ ફળ દેવાવાળી) છે.’' અને બીજું, જે આત્મદ્રવ્ય અન્ય કર્મ-નોકર્મરૂપ પુદ્ગલ દ્રવ્યની સાથે બંધાઈને રહેલ છે તેમાં વિસંવાદ છે અર્થાત્ દુઃખ છે, જ્યારે તે જ આત્મદ્રવ્ય તે પુદ્ગલ દ્રવ્યની સાથેના બંધનથી મુક્ત થાય છે ત્યારે તે સુંદર છે અર્થાત્ અવ્યાબાધ સુખી છે.
ગાથા ૪ : ગાથાર્થ :- ‘‘સર્વ લોકને કામભોગસંબંધી બંધની કથા તો સાંભળવામાં આવી ગઈ છે
(અર્થાત્ સંસારીજન તેમાં તો ખૂબ જ હોશિયાર હોય જ છે), પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે (અર્થાત્ બીજાને તેમ કરતાં જોયા છે અને પોતે પણ તે રૂપ પરિણમી અનુભવ કરેલ છે) તેથી સુલભ છે (અર્થાત્ તે તેને બરોબર સમજે છે ને તેને જ એકમાત્ર જીવનના લક્ષરૂપ માનીને, તેની પાછળ જ દોડે છે); પણ ભિન્ન આત્માનું (અર્થાત્ ભેદજ્ઞાને કરી પ્રાપ્ત ‘‘શુદ્ધાત્મા’’નું) એકપણું હોવું કદી સાંભળ્યું નથી (અર્થાત્ તેમાં જ ‘હુંપણું’ = એકત્વ કરવા યોગ્ય છે તેવું કદી સાંભળ્યું જ નથી), પરિચયમાં આવ્યું નથી (અર્થાત્ વાતમાં અથવા વાંચવામાં અથવા ઉપદેશમાં આવ્યું નથી), અને અનુભવમાં આવ્યું નથી (તેથી તેને અનુભવ્યું પણ નથી અર્થાત્ સ્વાત્માનુભૂતિ પણ નથી) તેથી એક તે સુલભ નથી.’’
૧૬૭
પાંચ ઇન્દ્રિયોના જે વિષય છે તેમાંથી શબ્દ અને રૂપને કામ કહેવાય છે તથા ગંધ, રસ અને સ્પર્શને ભોગ કહેવાય છે. પાંચે મળીને કામ-ભોગ કહેવાય છે કે જેના વિશે મોટા ભાગના લોકોને રસ
હોવાથી (કે જેમાં રસ રાખવા જેવો નથી) તેની કથા સુલભ છે; પરંતુ આ કાળે શુદ્ધાત્માની વાત અતિ દુર્લભ છે કે જે અમે અત્રે (સમયસારમાં) જણાવવાના છીએ, એવો ભાવ છે આચાર્ય ભગવંતનો આ ગાથામાં. વર્તમાનમાં પ્રાયઃ આ શાસ્ત્રમાંથી લોકોએ એકાંત જ લીધું છે એવું જણાય છે, આચાર્ય ભગવાને તેથી જ તમામને ચેતવણી આપી છે કે અમે અહીંયા જે વાતને, જે કારણે પ્રસ્તુત કરીએ છીએ; તે વાતને, તેવા જ અર્થમાં અને એ જ પરિપ્રેક્ષ્યમાં ગ્રહણ કરજો, નહીં તો આ શાસ્ત્ર આપના માટે અનંત સંસારનું કારણ પણ બની શકે છે.
ગાથા ૫ : ગાથાર્થ :- ‘‘તે એકત્વવિભક્ત (અર્થાત્ અભેદરૂપ અને ભેદરૂપ) આત્માને હું આત્માના નિજ વૈભવ વડે દેખાડું છું (અર્થાત્ જણાવું છું), જો હું દેખાડું તો પ્રમાણ (સ્વીકાર) કરવું અને જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો છળ (અર્થાત્ ઊલટું-વિપરીત-નુકસાનકારક) ન ગ્રહણ કરવું.’’ અર્થાત્ આ શાસ્ત્રથી સ્વચ્છંદ ગ્રહણ કરીને તમે છેતરાઈ જાઓ તેવું ન કરતાં; કારણ કે તે સ્વચ્છંદ અનંત સંસારનું કારણ છે,
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૮
સમ્યગ્દર્શનની રીત
એમ આચાર્ય ભગવંતે આ ગાળામાં જણાવેલ છે. વર્તમાનમાં પ્રાયઃ આ શાસ્ત્રમાંથી લોકોએ એકાંત જ લીધું છે એવું જણાય છે, આચાર્ય ભગવાને તેથી જ તમામને ચેતવણી આપી છે કે અમે અહીંયા જે વાતને, જે કારણે પ્રસ્તુત કરીએ છીએ, તે વાતને, તેવા જ અર્થમાં અને એ જ પરિપ્રેક્ષ્યમાં ગ્રહણ કરજો, નહીં તો આ શાસ્ત્ર આપના માટે અનંત સંસારનું કારણ પણ બની શકે છે.
ગાથા ૬ : ગાથાર્થ :- “જે જ્ઞાયક ભાવ છે (અર્થાત્ જે જ્ઞાન સામાન્યરૂપ, સહજ પરિણમનરૂપ પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા છે) તે અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી (અર્થાત્ તેમાં સર્વ વિશેષ ભાવોનો અભાવ છે, કારણ કે તે સામાન્ય જ્ઞાનમાત્ર ભાવ અર્થાત્ ગુણોના સહજ પરિણમનરૂપ સામાન્ય ભાવ જ છે કે જેમાં વિશેષનો અભાવ જ હોય છે), એ રીતે એને શુદ્ધ કહે છે (અર્થાત્ વર્તમાનમાં શુદ્ધ ન હોવાં છતાં તેનો જે સામાન્ય ભાવ છે તે ત્રિકાળી શુદ્ધ હોવાનાં કારણે તેને શુદ્ધ કહેવામાં આવે છે); વળી જે જ્ઞાયકપણે જણાયો (અર્થાત્ જે જાણવાવાળો છે) તે તો તે જ છે (અર્થાત્ જે જાણવાની ક્રિયા છે તેમાંથી પ્રતિબિંબરૂપ ક્ષેય અર્થાત્ જ્ઞાનાકારને ગૌણ કરતાં જ જ્ઞાયક અર્થાત્ પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા જણાય છે, અનુભવમાં આવે છે; આ જ સમ્યગ્દર્શનની રીત છે અર્થાત્ જે જાણવાવાળો છે તે જ જ્ઞાયક છે), બીજું કોઈ નથી.”
અર્થાત્ શાયક બીજો અને જાણવાની ક્રિયા બીજી એવું નથી અર્થાત્ જ્ઞાયક જ જાણવારૂપે પરિણમેલ છે; તેથી જ જાણનક્રિયામાંથી જ્ઞાનાકારરૂપ પ્રતિબિંબ ગૌણ કરતાં જ, શાયક હાજરાહજુર જ છે અર્થાત્ આત્મામાંથી અપ્રમત્ત અને પ્રમત્ત એ બંને વિશેષભાવોને ગૌણ કરતાં જ જ્ઞાયકભાવ પ્રાપ્ત થાય છે. પૂર્વે અમે એ વાત સિદ્ધ કરેલ જ છે કે પર્યાય જ્ઞાયકભાવનો જ બનેલ છે, એટલે તેમાંથી વિશેષભાવને ગૌણ કરતાં જ જ્ઞાયક અર્થાત્ સામાન્ય ભાવ પ્રગટ થાય છે. પ્રાપ્ત થાય છે; આ જ રીત છે સમ્યગ્દર્શનની.
આત્મા જે ચાર ભાવરૂપે પરિણમે છે તે વિશેષભાવ છે અર્થાત્ ઉદય, ક્ષયોપથમિક, ઉપશમ અને ક્ષાયિક – આ ચાર ભાગરૂપે આત્મા પરિણમે છે, તે ચાર ભાવ વિશેષભાવ છે અને તેઓ જે ભાવના બનેલા છે, તેને પરમ પરિણામિક ભાવ અથવા સ્વભાવ અથવા આત્માનું સહજ પરિણમન કહેવાય છે. તે ભાવમાં હુંપણું કરવાથી અને તેનો અનુભવ કરવાથી જ સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે.
ગાથા ૬ : ટીકા :- “જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી (અર્થાત્ કોઈથી ઉત્પન્ન થયો નહિ હોવાથી) અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહિ હોવાથી અનંત છે, નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી (અર્થાત્ સહજ આત્મ પરિણમનરૂપ = પરમ પરિણામિક ભાવરૂપ = કારણશુદ્ધપર્યાયરૂપ હોવાથી) ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક “ભાવ” છે (અર્થાત્ પરમ પારિણામિક ભાવ છે), તે સંસારની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની નિરૂપણાથી (અપેક્ષાથી) ક્ષીરનીરની જેમ કર્મપુદ્ગલો સાથે એકરૂપ હોવા છતાં (એટલે કે પરમ પારિણામિક ભાવરૂપ જીવના સહજ પરિણમનમાં જ બાકીના ચાર
Page #174
--------------------------------------------------------------------------
________________
સમયસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
૧૬૯
ભાવ થાય કે જે અમે પૂર્વે જણાવેલ જ છે અને સમયસાર ગાથા ૧૬૪-૧૬૫માં પણ જણાવેલ જ છે કે, “સંજ્ઞ આસવો કે જે જીવમાં જ થાય છે તેઓ જીવના જ અનન્ય પરિણામ છે” = જીવ જ તે રૂપે પરિણમેલ છે અર્થાત્ જીવમાં એક શુદ્ધ ભાગ અને બીજે અશુદ્ધ ભાગ એમ નહીં સમજતાં, સમજવાનું એમ છે કે જીવ ઉદય – ક્ષયોપશમ ભાવરૂપ પરિણમેલ છે અર્થાત્ જીવમાં છૂપાયેલ સ્વચ્છત્વરૂપ જે જીવનું પરિણમન છે કે જે પરમ પારિણામિક ભાવ કહેવાય છે તે ભાવ જ અન્ય ચાર ભાવનો સામાન્ય ભાવ છે અર્થાત્ જીવમાં અન્ય ચાર ભાવોને ગૌણ કરીને પરમ પરિણામિક ભાવમાં હુંપણું' કરતાં જ એક શાકભાવ અનુભવાય છે. આ જ અનુભવની વિધિ છે. જેમ કે, રાગદ્વેષરૂપ પરિણમેલ જીવ રાગદ્વેષી જણાતો હોવા છતાં – વર્તમાનમાં તે રૂપ હોવા છતાં, તે રાગદ્વેષને ગૌણ કરતાં જ પરમ પરિણામિક ભાવ જણાય છે તે તેનો સ્વભાવ છે કે જેમાં હુંપણું કરતાં જ તે જીવ સ્વસમય’ = સમ્યગ્દર્શની થાય છે.), દ્રવ્યના સ્વભાવની અપેક્ષા (ઉપર જણાવેલ દ્રવ્યનો “સ્વભાવ = પરમ પરિણામિક ભાવ = કારણશુદ્ધપર્યાય)થી જોવામાં આવે તો દુરંત કષાયચક્રના ઉદયની (અર્થાત્ કષાયના સમૂહના અપાર ઉદયોની) વિચિત્રતાના વિશે પ્રવર્તતા જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ-અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. (અર્થાત્ દ્રવ્યનો સ્વભાવ તે પરમ પારિણામિક ભાવરૂપ છે કે જે પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી; તે માત્ર એક જ્ઞાયકભાવરૂપ છે) તેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી; તે જ સમસ્ત અન્ય દ્રવ્યોનાં ભાવોથી (અર્થાત્ જીવના ચાર ભાવો કે જેમાં અન્ય દ્રવ્યનું નૈિમિત્તિકપણું છે) ભિન્નપણે (અર્થાત્ જીવના ચાર ભાવોને ગૌણ કરતાં પંચમ ભાવરૂપ = પરમ પરિણામિક ભાવરૂપ) ઉપાસવામાં આવતો ‘શુદ્ધ કહેવાય છે. અત્રે એ સમજવું જરૂરી છે કે રાગ કોઈ પણ અપેક્ષાએ જીવમાં નથી, વગેરરૂપ એકાંત પ્રરૂપણા જિનમત બાહ્ય છે. તેથી તેવી પ્રરૂપણા કરવાવાળા અને તેમાં અટવાયેલ ભોળા જીવો = તેમ માનવાવાળા ભોળા જીવો ભ્રમમાં રહીને અતિ ઉત્તમ એવો માનવજન્મ અને વીતરાગ ધર્મ એળે ગુમાવે છે અને વીતરાગી બનવાનો એક અમૂલ્ય અવસર ગુમાવે છે.)
વળી, દાહ્યના (-બળવાયોગ્ય પદાર્થના) આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે (અર્થાત્ જ્ઞાનને શેયાકારે પરિણમવાથી સ્વ-પરને જાણવાવાળું કહેવાય છે) તો પણ દાધકૃત અશુદ્ધતા તેને નથી, તેવી રીતે શેયાકાર થવાથી તે 'ભાવ' (જ્ઞાનાકાર) ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે (અર્થાત્ જ્ઞાનનું સ્વપરને જાણવું પ્રસિદ્ધ છે), તોપણ શેયકૃત અશુદ્ધતા તેને નથી. (કારણ કે તે શેયને શેયરૂપે = તદરૂપે પરિણમીને જાણતું નથી અર્થાત્ જ્ઞાનને શેય સાથે વ્યાપ્યવ્યાપક સંબંધ નથી; તેને પોતાના આકાર = જ્ઞાનાકાર સાથે વ્યાયવ્યાપક સંબંધ છે કે જેનાથી અશુદ્ધતા તેનામાં પ્રવેશ પામતી નથી); કારણ કે શેયાકાર અવસ્થામાં (એટલે કે સ્વપરને જાણવાના કાળે) જે જ્ઞાયકપણે (જાણવાવાળા તરીકે) જે જણાયો તે સ્વરૂપ-પ્રકાશનની (સ્વરૂપ જાણવાની = એટલે કે તે શેયને જ્ઞાનાકાર તરીકે જોતાં અને તેને જ જ્ઞાનરૂપે જોતાં અર્થાત્ જોયોને ગૌણ કરતાં જ પરમ પારિણામિક ભાવ અનુભવાય છે. અરીસાના ઉદાહરણ પ્રમાણે પ્રતિબિંબને ગૌણ કરતાં જ
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૭૦
સમ્યગ્દર્શનની રીત
અરીસાનું સ્વચ્છત્વ જણાય છે, તેવી) અવસ્થામાં પણ, દીવાની જેમ કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી (એટલે કે જે સ્વચ્છત્વરૂપ પરિણમન = પરમ પારિણામિકરૂપ = જ્ઞાન સામાન્ય = નિષ્ક્રિય ભાવ છે કે જે સ્વપરને જાણવાવાળા વિશેષભાવનો જ સામાન્ય ભાવ છે, માટે જો પરને જાણવાનો નિષેધ કરવામાં આવે તો તે સ્વચ્છત્વનો = ભગવાન આત્માના નિષેધરૂપ પરિણમશે અને સમજ્યા વગર નિષેધ કરવાવાળા ભ્રમને = ભ્રમિત દશાને પામશે અને આ અમૂલ્ય મનુષ્યજન્મ અને વીતરાગનું શાસન મળ્યું તે વ્યર્થ ગુમાવશે. અર્થાત્ જે જાણવાવાળો છે તે) જ્ઞાયક જ છે – પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ.. [અત્રે સ્વ-પરનું જાણવું એ ભગવાન આત્મામાં જવાની સીડીરૂપે દર્શાવેલ છે, કારણ કે સ્થૂલથી જ સૂક્ષ્મમાં જવાય અર્થાત્ પ્રગટથી જ અપ્રગટમાં જવાય અર્થાત્ વ્યક્તથી જ અવ્યક્તમાં જવાય એ જ નિયમ છે. કારણ કે જ્ઞાયક જ પોતે જાણનારો છે. જાણવું અને જ્ઞાયક (જાણનાર)ને અનન્યપણું બતાવીને જાણવું (પ્રતિબિંબ) ગૌણ કરતાં જ જ્ઞાયક (જાણનાર) જણાય છે માટે સીડીરૂપ છે.]”
ભાવાર્થમાં પંડિત જ્યચંદજી જણાવે છે કે, “...“જ્ઞાયક એવું નામ પણ તેને (અર્થાત્ શુદ્ધાત્માને = દષ્ટિના વિષયને = પરમ પરિણામિક ભાવરૂપ આત્માને) શેયને જાણવાથી આપવામાં આવે છે; કારણ કે શેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી. કારણ કે જેવું શેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો શાયકનો જ અનુભવ કરતાં (શેયને ગૌણ કરતાં ત્યાં) જ્ઞાયક જ છે. “આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી' એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે અને જેણે જાયું તે કર્મ પણ પોતે જ છે. અત્રે સમજવાનું એ છે કે “આત્મા ખરેખર પરને જાણતો નથી” એવી વાતો કરીને આત્મામાં જવાનો રસ્તો (સીડી) બંધ કરીને શું મળશે ? માત્ર ભ્રમ જ મળશે, કારણ પરને જાણવાનો નિષેધ કરતાં જાણનારનો જ નિષેધ થાય છે.] આવો એક જ્ઞાયકપણામાત્ર (જાણવાવાળો) પોતે શુદ્ધ છે - આ શુદ્ધનયનો વિષય છે. (અત્રે સમજવાનું એ છે કે પ્રથમ જે ‘દષ્ટિના વિષય’ વિશે જણાવ્યું તેમ પર્યાયથી રહિત દ્રવ્ય એટલે કે પ્રતિબિંબથી રહિત એટલે કે પ્રતિબિંબને ગૌણ કરતાં જ ત્યાં જાણનાર રૂપે જ્ઞાયક જ હાજર છે, તે જ દષ્ટિનો વિષય છે. તે જ પરમ પરિણામિક ભાવ છે, તે જ કારણશુદ્ધપર્યાય છે. તે જ કારણશુદ્ધપરમાત્મા છે. તે જ સમયસારરૂપ જીવરાજા છે. એટલે અહીંયા કોઈ જ ભૌતિક છીણીની જરૂર નથી, કારણ આત્મા અભેદ – અખંડ છે. એમાંથી કાંઈ જ નીકળે તેમ નથી અને જે કાઢવાની કોશિશ થશે તો આત્મા પોતે જ નીકળી જશે અર્થાત્ આત્માનો જ લોપ થશે. અને કાઢનાર પોતે આકાશના ફૂલની માફક ભ્રમમાં જ રાચશે તેથી અહીંયા પ્રજ્ઞારૂપી છીણીનો ઉપયોગ કરીને = કતકફળરૂપ બુદ્ધિપૂર્વક તે પ્રતિબિંબરૂપ અર્થાત્ ઉદય ક્ષયોપશમરૂપ ભાવોને ગૌણ કરતાં જ ત્યાં સાક્ષાત શુદ્ધાત્મારૂપ પરમ પરિણામિક ભાવ હાજર જ છે. આ જ
Page #176
--------------------------------------------------------------------------
________________
સમયસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
66
=
સમ્યગ્દર્શનની વિધિ છે, કે જે આચાર્ય ભગવંતે અને પંડિતજીએ ગાથા ૬માં જણાવેલ છે.)'' પંડિતજી આગળ જણાવે છે કે, અહીં એમ પણ જાણવું કે જિનમતનું કથન સ્યાદ્વાદરૂપ છે તેથી અશુદ્ધ નયને સર્વથા અસત્યાર્થ ન માનવો; (અત્રે સમજવાનું એ છે કે પૂર્વે જણાવ્યા અનુસાર ગાથા : ૧૬૪-૧૬૫માં ભાવાસવોને જીવથી અનન્ય કહ્યા છે અને તેથી કરીને ‘જીવમાં કોઈ પણ અપેક્ષાએ રાગ થતો નથી’ જેવી પ્રરૂપણાઓ જિનમત બાહ્ય છે) કારણ કે સ્યાદ્વાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા – બંને ધર્મ છે અને વસ્તુધર્મ છે. તે વસ્તુનું સત્ત્વ છે (અર્થાત્ તે વસ્તુ જ છે વસ્તુના આત્મા જ છે) (અત્રે સમજવાનું એ છે કે ગાથા : ૧૬૪-૧૬૫માં જણાવ્યા અનુસાર રાગદ્વેષરૂપ પરિણામ થાય તો આત્મામાં જ છે - આત્મા જ એ રૂપે પરિણમે છે, અને એ પરિણમનની હાજરીમાં પણ રાગદ્વેષને ગૌણ કરતાં જ તેમાં છૂપાયેલ પરમ પારિણામિક ભાવરૂપ = સમયસારરૂપ = કારણશુદ્ધપર્યાયરૂપ આત્મા હાજર જ છે); અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે... અશુદ્ધ નયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી. (અર્થાત્ જેમ છે તેમ સમજવું અર્થાત્ તે છે, પણ તેને ગૌણ કરતાં જ જ્ઞાયક હાજર જ છે, અન્યથા) એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ છે (અત્રે પંડિતજીએ એકાંત પ્રરૂપણા કરતાં લોકોને સાવધાન કર્યા છે) માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ધ નયનું આલંબન કરવું (અર્થાત્ જીવને પાંચ ભાવરૂપ જાણી ચાર ભાવ ગૌણ કરતાં જ સમ્યક એકાંતરૂપ શુદ્ધ નિશ્ચયનયનો વિષય એવો શુદ્ધાત્મા = પરમ પારિણામિક ભાવ પ્રગટ થાય છે કે જેનું આલંબન કરવું) જોઈએ.....’’
જ
૧૭૧
:
ગાથા ૭ : ગાથાર્થ :- “જ્ઞાનીને ચારિત્ર, દર્શન, જ્ઞાન – એ ત્રણ ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે (અર્થાત્ જ્ઞાનીને એકમાત્ર અભેદભાવરૂપ ‘શુદ્ધાત્મા’માં જ ‘હુંપણું’ હોવાથી, જે પણ વિશેષ ભાવો છે અને જે પણ ભેદરૂપ ભાવો છે તે વ્યવહાર કહેવાય છે); નિશ્ચયથી જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી, દર્શન પણ નથી (અર્થાત્ નિશ્ચયથી કોઈ ભેદ શુદ્ધાત્મામાં નથી, તે એક અભેદ સામાન્યભાવરૂપ હોવાથી તેમાં ભેદરૂપ ભાવો અને વિશેષ ભાવો એ બંને ભાવો નથી), જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે.’’ અર્થાત્ શુદ્ધ નિશ્ચયનયનો વિષય માત્ર અભેદ એવો શુદ્ધાત્મા જ છે. તેથી જ્યારે લોકો અમને પૂછે છે કે તમે કારણશુદ્ધપર્યાયને અભેદ કેવી રીતે લીધો છે ? અર્થાત જે પરમ પારિણામિક ભાવ છે, એને જ કારણ શુદ્ધ પર્યાયને કેમ કહ્યો છે ? બીજું, એમ પણ પૂછે છે કે, તમે સમ્યગદર્શનના વિષયમાં પ્રમાણનું દ્રવ્ય કેમ લીધું છે ? અને પર્યાયનો નિષેધ કેમ નથી કર્યો ? ત્યારે અમે તેમને આ ઉત્તર આપીએ છીએ નિશ્ચયથી આત્મા અભેદ-એક છે, એમાં જે પણ ભેદ કર્યા છે તે માત્ર સમજાવવાના ઉદ્દેશ્યથી જ કર્યા છે તે વાસ્તવિક નથી. તેથી જ્ઞાનીને અનુભવના કાળે કોઈ જ ભેદ નથી. આ કારણે તેઓ અભેદ એવા એક આત્માનાં જ અલગ અલગ નામો હોવાથી પરમ પારિણામિક ભાવને જ કારણશુદ્ધપર્યાય કે કારણશુદ્ધપરમાત્મા કહ્યો છે.
=
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૭૨
સમ્યગ્દર્શનની રીત
બીજું, નિશ્ચયથી આત્મા અભેદ-એક હોવાથી તેમાં જે પણ ભેદ કરવામાં આવે છે, તે માત્ર સમજાવવા માટે જ કરવામાં આવે છે; નહીં કે વાસ્તવિક, એટલે જેને પણ એવા પ્રશ્નો થાય છે કે સમ્યગ્દર્શનના વિષયમાં પ્રમાણનું દ્રવ્ય કેમ લીધું છે અથવા સમ્યગ્દર્શનના વિષયમાં પર્યાયનો નિષેધ કેમ નથી કર્યો અથવા જે લોકો દ્રવ્યના ધ્રુવને અને પર્યાયના ધ્રુવને અલગ માને છે, વગેરે. તેઓએ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયના જ્ઞાનને તપાસવાની આવશ્યકતા છે અને દ્રવ્યની અભેદતા સમજવી અત્યંત આવશ્યક છે. કેમ કે તે બંને વ્યવસ્થા સમજ્યા પછી આ પ્રશ્નો નહીં રહે, નહીં તો આપ મિથ્યારૂપ ભ્રમમાં (કલ્પનાઓમાં) જ રહેશો; આ વાત આ ગાથામાં સમજાવી છે. નિષેધ નિશ્ચય નયનો પક્ષ છે અને અનુભવ પક્ષાતિત હોય છે, તેથી કોઈ પણ નયના પક્ષવાળાને અનુભવ નથી થતો પરંતુ તેઓ એકાંતરૂપે પરિણમે છે.
ગાથા ૭ : ટીકા :- કારણ કે, અનંત ધર્મોવાળા એક ધર્મીમાં (અર્થાત્ ભેદથી સમજીને અભેદરૂપ અનુભૂતિમાં) જે નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યજનને, ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે (અર્થાત્ ભેદો વડે), ઉપદેશ કરતા આચાર્યોનો – જો કે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે, તો પણ નામથી ભેદ ઉપજાવી (અભેદ દ્રવ્યમાં દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ભેદ ઉપજાવી) વ્યવહારમાત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. પરંતુ પરમાર્થથી (અર્થાત્ વાસ્તવમાં) જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે... (અર્થાત્ જે દ્રવ્ય ત્રણે કાળે તે તે પર્યાયરૂપ પરિણમતું હોવા છતાં પોતાનું દ્રવ્યપણું છોડયું નથી; જેમ કે માટી ઘટ, પિંડરૂપે પરિણમવા છતાં માટીપણું છોડતી નથી અને દરેક પર્યાયમાં તે માટીપણું વ્યાપ્ય-વ્યાપક સંબંધથી છે, માટે પર્યાય અનંતી હોવા છતાં તે દ્રવ્ય તો એક જ છે.)... એક શુદ્ધ જ્ઞાયક જ છે.’’
ગાથા ૮ : ગાથાર્થ :- “જેમ અનાર્ય (મ્લેચ્છ) જનને અનાર્ય ભાષા વિના કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ કરવા કોઈ સમર્થ નથી. (અર્થાત્ મિથ્યાત્વીને ભેદરૂપ વ્યવહારભાષા વગર વસ્તુનું સ્વરૂપ સમજાવવા કોઈ સમર્થ નથી, તેથી અભેદ તત્ત્વમાં અલગ અલગ પ્રકારે ભેદરૂપ વ્યવહાર કરવામાં આવે છે, જેમ કે દ્રવ્ય-ગુણ-પર્યાય, જ્ઞાન-દર્શનચારિત્ર, ઉત્પાદ-વ્યય-ધ્રુવ, ૪૭ શક્તિ વગેરે, તે માત્ર સમજાવવા માટે છે; નહીં કે અનુભવવા. કારણ, અનુભવ તો યથાર્થ એવા અભેદ આત્માનો જ હોય છે = થાય છે. અર્થાત્ પરમાર્થિક આત્મામાં કોઈ જ ભેદ ન સમજવા અને જ્યાં સુધી ભેદમાં હશો ત્યાં સુધી અભેદનો અનુભવ નહીં જ થાય. કારણ કે ભેદ તો વ્યવહારરૂપ-ઉપચારમાત્ર અજ્ઞાનીને સ્વરૂપ ગ્રહણ કરાવવા પાડેલ છે, ખરેખર છે નહીં.)’’
ગાથા ૧૧ : ગાથાર્થ :- ‘વ્યવહારનય અભૂતાર્થ છે (અર્થાત્ ઉપર જણાવ્યા અનુસાર ભેદરૂપ વ્યવહાર અભૂતાર્થ છે. કારણ કે જે ભેદમાં જ રમે છે તે ક્યારેય સમ્યગ્દર્શનના વિષયરૂપ અભેદ દ્રવ્યનો અનુભવ કરી જ શકતો નથી અને બીજું, નિશ્ચયથી દ્રવ્ય અભેદ હોવાથી જે ભેદ ઉપજાવીને કહેવામાં આવે
જ
Page #178
--------------------------------------------------------------------------
________________
સમયસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
૧૭૩
છે, તેવાં વ્યવહારરૂપ-ઉપચારરૂપ ભેદો આદરણીય નથી અર્થાત્ “હુંપણું કરવા યોગ્ય નથી, તેથી અભૂતાર્થ છે) અને શુદ્ધનય ભૂતાર્થ છે (અર્થાત્ શુદ્ધનયનો વિષય અભેદરૂપ “શુદ્ધાત્મા’ છે કે જે સમ્યગ્દર્શનનો વિષય હોવાથી આદરણીય છે – ભૂતાર્થ છે) એમ 2ષીશ્વરોએ દર્શાવ્યું છે, જે જીવ ભૂતાર્થનો (અર્થાત્ શુદ્ધાત્માનો) આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે.” અર્થાત્ કોઈ પણ જીવ અભેદરૂપ શુદ્ધાત્મામાં જ હુંપણું કરીને અને તેનું જ અનુભવન કરીને સમ્યગ્દષ્ટિ થઈ શકે છે અન્યથા નહિ. અમે જેમ ઉપર સમજાવ્યું છે તેમ લોકોએ વ્યવહારથી દ્રવ્યના એટલા બધા ભેદ કર્યા કે તેમને લાગવા લાગ્યું કે દ્રવ્ય અને પર્યાય ભિન્ન પ્રદેશ છે, દ્રવ્ય અપરિણામી (કુટસ્થ નિત્ય) અને પર્યાય પરિણામી છે, પરમ પારિણામિક ભાવ અને કારણશુદ્ધપર્યાય અલગ અલગ છે, જીવને ચોથા ગુણસ્થાનકે શુદ્ધાત્માનો અનુભવ નથી થતો, વગેરે; આ બધી જ ભ્રાંતિઓ કાઢવા માટે અભેદ એવો શુદ્ધનય સમ્યકરૂપથી સમજવાની આવશ્યકતા છે, કેમ કે તે જ ભૂતાર્થ છે. તેથી જ્યારે અભેદ એવો શુદ્ધનય સમ્યકરૂપથી સમજાય ત્યારે જ આવા મિથ્યા આગ્રહ કે ભ્રમ દૂર થશે અન્યથા નહીં, આ જ વાત આ ગાથાથી સમજવાની છે.
ગાથા ૧૧ : ટીકા :- “વ્યવહારનય બધોય અભૂતાર્થ હોવાથી ભેદરૂપ વ્યવહાર કે જે માત્ર આત્માના સ્વરૂપનું ગ્રહણ કરાવવા હસ્તાવલંબનરૂપ જાણીને પ્રરૂપ્યો છે તે) અવિદ્યમાન, અસત્ય, અભૂત અર્થને પ્રગટ કરે છે. (એટલે કે જેવો અભેદ આત્મા છે તેવો તેનાથી અર્થાત્ વ્યવહારરૂપ ભેદથી વર્ણવાતો નથી).... આ વાત દષ્ટાંતથી બતાવીએ છીએ :- (દષ્ટાંતમાં જીવને = આગમોમાં વર્ણવ્યા અનુસાર પાંચ ભાવ સહિત બતાવી તેમાંથી ઉપાદેય એવો જીવ કે જે ચાર ભાવોને ગૌણ કરતાં જ પંચમભાવરૂપ = પરમ પારિણામિક ભાવરૂપ = દષ્ટિના વિષયરૂપ પ્રગટ થાય છે કે જે “સમયસાર' જેવા આધ્યાત્મિક શાસ્ત્રનો પ્રાણ છે તેને ગ્રહણ કરાવે છે.) જેમ પ્રબળ કાદવના મળવાથી (પ્રબળ ઉદય-ક્ષયોપશમ ભાવ સહિત) જેનો સહજ એક નિર્મળ ભાવ (પરમ પરિણામિક ભાવ) તિરોભૂત (આચ્છાદિત) થઈ ગયો છે એવા જળનો અનુભવ કરાવનાર (અજ્ઞાન) પુરુષો – જળ અને કાદવનો વિવેક નહીં કરનાર ઘણા તો, તેને (જળને = જીવને) મલિન જ અનુભવે છે (ઉદય ભયોપશમરૂપ જ અનુભવે છે); પણ કેટલાંક (જ્ઞાની) પોતાના હાથથી નાખેલા કતકફળ (નિર્મળી ઔષધિ = બુદ્ધિરૂપી-પ્રજ્ઞાછીણી)ના પડવા માત્રથી ઊપજેલા જળ-કાદવના વિવેકપણાથી (એટલે કાદવ જળમાં હોવા છતાં જળને સ્વચ્છ અનુભવી શકનાર = આત્મા વર્તમાનમાં ઉદય, ક્ષયોપશમ રૂપે પરિણમેલ હોવા છતાં તેમાં છુપાયેલ એટલે કે ઉદય અને ક્ષયોપશમ ભાવને ગૌણ કરતાં જ જે ભાવ પ્રગટ થાય છે તે અર્થાત્ ઉદય અને ક્ષયોપશમ ભાવ જેનો બનેલ છે તે અર્થાત્ એક સહજ આત્મપરિણમનરૂપ - પરમ પારિણામિક ભાવરૂપ આત્માને), પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભત કરવામાં આવેલા સહજ એક નિર્મળ ભાવપણાને (પરમ પરિણામિક ભાવને) લીધે, તેને (જળને = આત્માને) નિર્મળ જ અનુભવે છે, એવી રીતે પ્રબળ કર્મના મળવાથી જેનો સહજ એક જ્ઞાયકભાવ (પરમ પારિણામિક ભાવ) તિરોભૂત થઈ ગયો છે એવા આત્માનો અનુભવ કરનાર પુરુષો
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૪
સમ્યગ્દર્શનની રીત
(અજ્ઞાનીઓ) - આત્મા અને કર્મનો વિવેક નહિ કરનારા, વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ તો, તેને (આત્માને) જેમાં ભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) પ્રગટ છે એવો અનુભવે છે, પણ ભૂતાર્થદર્શીઓ (શુદ્ધનયને દેખનારાઓ = જ્ઞાનીઓ) પોતાની બુદ્ધિથી નાંખેલા શુદ્ધનય (પ્રજ્ઞાછીણી) અનુસાર બોધ થવા માત્રથી ઊપજેલા આત્મા-કર્મના વિવેકપણાથી (ભેદજ્ઞાનથી), પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક જ્ઞાયકભાવપણાને (પરમ પારિણામિક ભાવને) લીધે તેને (આત્માને) જેમાં એક જ્ઞાયકભાવ (પરમ પારિણામિક ભાવ) પ્રકાશમાન છે એવો અનુભવે છે....''
ભાવાર્થમાં પંડિતજીએ સમજાવેલું છે કે, જીવને ‘જેમ છે તેમ’ સર્વનયથી નિર્ણય કરી સમ્યક એકાંતરૂપ શુદ્ધ જાણવો (‘હુંપણું’ કરવું), નહીં કે એકાંતે અપરિણામી એવો શુદ્ધ જાણવો. તેથી તો મિથ્યાદર્શનનો જ પ્રસંગ આવે છે, કારણ કે જિનવાણી સ્યાદ્વાદરૂપ છે. પ્રયોજનવશ નયને મુખ્ય-ગૌણ કરીને કહે છે, જેમ કે મલિન પર્યાયને ગૌણ કરતાં જ શુદ્ધ ભાવરૂપ પરમ પારિણામિક ભાવ હાજર જ છે, નહીં કે પર્યાયને ભૌતિક રીતે અલગ કરીને. કારણ અભેદ દ્રવ્યમાં ભૌતિક રીતે પર્યાયને અલગ કરવાની વ્યવસ્થા જ નથી તેથી વિભાવભાવને ગૌણ કરતાં જ (પર્યાયરહિતનું દ્રવ્ય) પરમ પારિણામિક ભાવરૂપ અભેદ-અખંડ આત્માનું ગ્રહણ થાય છે, આ જ સમ્યગ્દર્શનની વિધિ છે.
ગાથા ૧૨ : ગાથાર્થ :- ‘પરમભાવના (શુદ્ધાત્માના) દેખનારાઓને (અનુભવનારાઓને) તો શુદ્ધનો (શુદ્ધ આત્માનો) ઉપદેશ કરનાર શુદ્ઘનય જાણવાયોગ્ય છે (અર્થાત્ શુદ્ઘનયના વિષયરૂપ શુદ્ધાત્માનો જ આશ્રય કરવા યોગ્ય છે. કારણ કે તેના આશ્રયથી જ શ્રેણી માંડીને તે સમ્યગ્દષ્ટિ જીવ ઘાતી કર્મોનો નાશ કરે છે અને કેવળી થાય છે), વળી જે જીવો અપરમભાવે સ્થિત છે (અર્થાત્ મિથ્યાત્વી છે) તેઓ વ્યવહાર દ્વારા (અર્થાત્ ભેદરૂપ વ્યવહાર દ્વારા વસ્તુસ્વરૂપ સમજાવી તત્ત્વોનો નિર્ણય કરાવવા) ઉપદેશ કરવા યોગ્ય છે.’’
ભાવાર્થમાં પંડિત જયચંદજી જણાવે છે કે, ‘‘જે કોઈ જીવ કે જે અપરમભાવે સ્થિત છે (અજ્ઞાની છે) તે વ્યવહાર છોડે (ભેદરૂપ અને વ્યવહાર ધર્મરૂપ બંને) અને તેને સાક્ષાત્ શુદ્ધોપયોગની પ્રાપ્તિ તો થઈ નથી (અર્થાત્ નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થયેલ નથી) તેથી ઊલટો અશુભ ઉપયોગમાં જ આવી, ભ્રષ્ટ થઈ, ગમે તેમ સ્વેચ્છારૂપે (સ્વચ્છંદે) પ્રવર્તે તો નરકાદિ ગતિ તથા પરંપરા નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે છે.’’
અત્રે સમજવાનું એ છે કે આત્મા અજ્ઞાન અવસ્થામાં ૨૪ કલાક કર્મનો બંધ કરે જ છે જેથી કરીને કરુણાવંત આચાર્ય ભગવંતોએ જણાવેલ છે કે જ્યાં સુધી તત્ત્વનો નિર્ણય અને અનુભવ ન થાય ત્યાં સુધી તેનાં જ લક્ષે (શુદ્ધના જ એકમાત્ર લક્ષે) નિયમથી શુભમાં જ રહેવા જેવું છે નહીં કે અશુભમાં, કારણ કે અશુભથી તો દેવ-શાસ્ર-ગુરુ રૂપ સંયોગ મળવા પણ કઠિન થઈ જાય એમ છે. આ વાતમાં જેનો વિરોધ
Page #180
--------------------------------------------------------------------------
________________
સમયસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
૧૭૫
હોય તે અમને માફ કરે, કારણ કે આ વાત અમે કોઈ પણ પક્ષરહિત – નિષ્પક્ષભાવે જણાવેલ છે કે જે સર્વે આચાર્ય ભગવંતોએ પણ જણાવેલ છે અને જ્યાં જ્યાં (જે પણ ગાથાઓમાં) આ વાતોનો સર્વથા નિષેધ કરવાનું જણાવેલ છે તે એકમાત્ર શુદ્ધ ભાવનો લક્ષ કરાવવા જણાવેલ છે; નહીં કે અશુભ ભાવમાં રમવા માટે અને મુનિરાજને છઠ્ઠી ગુણસ્થાનકે આ વાતનો નિષેધ સાતમા ગુણસ્થાનરૂપ અભેદ આત્માનુભૂતિમાં સ્થિર થઈ આગળ વધીને કેવળજ્ઞાન અને મોક્ષ મેળવવા જણાવેલ છે, નહીં કે છઠ્ઠા ગુણસ્થાનકે સહજ હોતા શુભનો નિષેધ કરીને નીચે પાડવા - અર્થાત્ અવિરતિ અથવા અજ્ઞાની થવા.
આથી સર્વે મુમુક્ષુજનોને આ વાત યથાર્થ – જેમ છે તેમ સમજવી અત્યંત આવશ્યક છે; અર્થાત્ સમજવાનું એ છે કે અહોભાવ માત્ર શુદ્ધતાનો જ હોવો જોઈએ, શુભનો નહીં જ, પણ જ્યાં સુધી શુદ્ધરૂપે નથી પરિણમતો ત્યાં સુધી રહેવાનું તો નિયમથી શુભમાં જ.
શ્લોક ૪:- “નિશ્ચય અને વ્યવહાર – એ બે નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે, એ વિરોધને નાશ કરનારું સ્વાત' પદથી ચિન્હિત જે જિન ભગવાનનું વચન (વાણી) તેમાં જે પુરુષો રમે છે (પ્રચુર પ્રીતિ સહિત અભ્યાસ કરે છે અર્થાત્ બન્ને નયનો પક્ષ છોડીને મધ્યસ્થ રહે છે) તે પુરુષો પોતાની મેળે (અન્ય કારણ વિના) મિથ્યાત્વકર્મના ઉદયનું વમન કરીને આ અતિશયરૂપ પરમજ્યોતિ પ્રકાશમાન શુદ્ધ આત્માને તુરંત દેખે જ છે. (અર્થાત્ કોણ દેખે છે? તો કહે છે કે “સ્યાત’ વચનોમાં રમતો પુરુષ નહીં કે એકાંતનો આગ્રહી પુરુષ અર્થાત્ સમ્યગ્દર્શન કે જે સમ્યક એકાંતરૂપ હોવા છતાં આગ્રહ તો એકાંતનો ન જ હોય, પ્રરૂપણા એકાંતની ન જ હોય. પ્રરૂપણા જેમ છે તેમ સ્યાત વચનો રૂપે જ હોય.) કેવો છે સમયસારરૂપ શુદ્ધ આત્મા? નવીન ઉત્પન્ન થયો નથી, પહેલાં કર્મથી આચ્છાદિત હતો તે પ્રગટ વ્યક્તિરૂપ થઈ ગયો છે (અર્થાત્ પહેલાં જે અજ્ઞાનીને ઉદય-ક્ષયોપશમ રૂપે અનુભવાતો હતો તે જ હવે જ્ઞાનીને ઉદયક્ષયોપશમભાવો ગૌણ થઈ જતાં કે કરતાં જ સમયસારરૂપ = પરમ પારિણામિક ભાવરૂપ = પરમજ્યોતિરૂપ પ્રગટ થાય છે = જણાય છે = અનુભવાય છે = વ્યક્તિરૂપ થાય છે). વળી કેવો છે ? સર્વથા એકાંતરૂપ કુનયના પક્ષથી ખંડિત થતો નથી, નિબંધ છે (અર્થાત્ જેઓ સમ્યગ્દર્શન માટે સર્વથા એકાંતનયની પ્રરૂપણામાં રાચે છે તેઓને શુદ્ધાત્મા કદી જ પ્રાપ્ત થાય તેવો નથી એમ જ અત્રે જણાવેલ છે.).”
ઘણાં સંપ્રદાયોમાં એવી માન્યતા છે કે શુદ્ધોપયોગ સાતમા અથવા તેરમા ગુણસ્થાનકમાં જ હોય છે, ચોથા ગુણસ્થાનકમાં નથી થતો; આવું માનીને તેઓ પોતાના જ સમ્યગદર્શનનો માર્ગ બંધ કરે છે. એમના માટે ઉપર જણાવ્યું છે કે અધિકતર લોકો કીચડવાળા પાણીને મલિન જ અનુભવે છે, કેમ કે તેમને જિનશાસનની નયોની લક્ષ્મીની સમજ નહીં હોવાથી અથવા કોઈનયનો આગ્રહ/પક્ષ હોવાથી આમ થાય છે. શુદ્ધ નયાભાસી લોકો સિવાય સર્વજનોને આ વાત વિદિત છે કે અજ્ઞાની જીવ અત્યારે અશુદ્ધરૂપે પરિણમે છે છતાં પણ ભગવાને તે જ જીવમાં દ્રવ્યદષ્ટિથી અર્થાત્ દ્રવ્યાર્થિક નયથી શુદ્ધાત્મા જેવા અને અનુભવવાનું કહ્યું છે અને તેને જ સમ્યગ્દર્શનની રીત કહી છે. તેથી ચોથા ગુણસ્થાનકે પણ શુદ્ધોપયોગ
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭૬
સમ્યગ્દર્શનની રીત
હોય છે તે માનવું આવશ્યક છે, અન્યથા તે જિનમતબાહ્ય જ કહેવાશે. કેમ કે જો એવું હોત તો કુંÉદાચાર્ય જેવા આચાર્ય ભગવંત ફરી ફરી શુદ્ધાત્માનો અનુભવ કરીને જ્ઞાની થવાનું ન કહેત, આ વાત અમે પણ અમારા અનુભવના આધારે કહી રહ્યાં છીએ.
શ્લોક ૫ :- ગાથા ૧૧ અને ૧રને જ દઢ કરાવે છે, કે જે ભેદરૂપ વ્યવહારનય છે તે અજ્ઞાનીને માત્ર સમજાવવા માટે છે, પરંતુ તેમ ભેદરૂપ આત્મા છે નહીં. માટે આશ્રય તો અભેદરૂપ આત્માનો = શુદ્ધાત્માનો કે જેમાં પરદ્રવ્યોથી થતાં ભાવોને ગૌણ કરેલ છે, તેનો જ કરવાનો છે. તે આત્મા જ ઉપાદેય છે અર્થાત્ દ્રવ્યપર્યાયરૂપ ભેદ અથવા પર્યાયના નિષેધરૂપ ભેદનો જેઓ આશ્રય કરે છે તેઓને અભેદ આત્માનો અણસાર પણ આવતો નથી અર્થાત્ તેઓ ભેદમાં જ રમે છે અર્થાત્ તેઓ વિકલ્પમાં જ રમે છે અને ભેદનો જ આદર કરે છે, કારણ કે તેઓને નિષેધ વિનાનો દષ્ટિનો વિષય જ માન્ય હોતો નથી, આવી છે કરુણાજનક પરિસ્થિતિ.
લોક૬ :- અત્રે આચાર્ય ભગવંત જણાવે છે કે જે નવ તત્ત્વની પરિપાટી છે તેને છોડીને (અર્થાત્ ગૌણ કરીને) જેતા – તે ભાવને અનુભવતાં જ આત્મા પ્રાપ્ત થાય છે.
શ્લોક ૭માં આચાર્ય ભગવંત ગાથા ૧૩નો જ ભાવ વ્યક્ત કરે છે કે નવ તત્ત્વમાં વ્યાસ એવી આત્મજ્યોતિ (અર્થાત્ પરમ પારિણામિક ભાવ) નવ તત્ત્વોને ગૌણ કરતાં જ એક અખંડ આત્મજ્યોતિ (અર્થાત્ પરમ પરિણામિક ભાવ) પ્રાપ્ત થાય છે.
ગાથા ૧૩: ગાથાર્થ :- “ભૂતાર્થ નયથી જાણેલ (અર્થાત્ અભેદ એવા શુદ્ધ નયથી જાણેલ) જીવ, અજીવ વળી પુણ્ય, પાપ તથા આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ - એ નવ તત્ત્વ સમ્યત્વ છે.”
અર્થાત્ અભેદ એવા શુદ્ધ નયથી જે એમ જાણે છે કે આ સર્વે નવ તત્ત્વરૂપ પરિણમેલ જીવ વિશેષ અપેક્ષાએ નવ તત્ત્વરૂપ ભાસે છે, પણ અભેદ શુદ્ધ નય દ્વારા આ નવ તત્ત્વ જેના બનેલા છે તે એકમાત્ર સામાન્યભાવરૂપ અર્થાત્ અભેદ શુદ્ધ જીવત્વભાવરૂપ “શુદ્ધાત્મા' જ છે અને તેવી રીતે જે નવ તત્ત્વને જાણે છે તેને જ સમ્યગ્દર્શન છે અર્થાત્ તે જ સમ્યત્વ છે; આ ગાથા ‘સમયસારના સારરૂપે છે. સર્વ અધિકારોનો ઉલ્લેખ આ ગાળામાં કરી સર્વે અધિકારોના સારરૂપે સમ્યગ્દર્શનરૂપ આત્માનું સ્વરૂપ સમાવેલ છે.
ગાથા ૧૩ : ટીકા :- “આ જીવાદિ નવ તત્ત્વો ભૂતાર્થનથી જાણ્યે સમ્યગ્દર્શન જ છે. (એ નિયમ કહ્યો) (ભૂતાર્થનથી એટલે કે અભેદનયથી = આ જીવાદિ નવ તત્ત્વોરૂપે આત્મા જ પરિણમે છે તેથી તે નવ તત્ત્વોને ગૌણ કરતાં જ શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે = સમ્યગ્દર્શન થાય છે); કારણ કે તીર્થની (વ્યવહારધર્મની) પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ (વ્યવહાર) નયથી (આ નવ તત્ત્વો) કહેવામાં આવે છે (એટલે કે જે જીવ અપરમભાવે સ્થિત છે – અજ્ઞાની છે તેને સ્વેચ્છની ભાષામાં એટલે કે આગમની ભાષામાં જીવને
Page #182
--------------------------------------------------------------------------
________________
સમયસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
૧૭૭
ઉદય-ઉપશમ-ક્ષયોપશમ-ક્ષાયિક-પારિણામિક એવા પાંચ ભાવરૂપે પ્રરૂપવામાં આવે છે) એવા આ નવ તત્ત્વો - જેમના લક્ષણ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ છે - તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થનયથી એકપણું પ્રાપ્ત કરી (અર્થાત્ તે સર્વે તત્ત્વો રૂપે જે આત્મા પરિણમેલ છે તે બાહ્ય નિમિત્તના ભાવ અથવા અભાવથી પરિણમેલ છે. તે નવ તત્ત્વોરૂપ પરિણમેલ એવા આત્મામાં વિશેષ ભાવોને ગૌણ કરતાં જ, એક અભેદ એવો સહજ પરિણમનરૂપ આત્મા કે જે પરમ પરિણામિક ભાવરૂપ છે = સમયસારરૂપ છે તે પ્રાપ્ત થાય છે. તેને પ્રાપ્ત કરતાં જ), શુદ્ધ નયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ, કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે – તેની પ્રાપ્તિ હોય છે (અર્થાત્ સમ્યગ્દર્શનરૂપ – સમયસારરૂપ આત્માની પ્રાપ્તિ હોય છે.) (અર્થાત્ શુદ્ધ નયથી નવ તત્ત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કહ્યો). ત્યાં, વિકારી થવા યોગ્ય (આત્મા) અને વિકાર કરનાર (કર્મો) – એ બંને પુણ્ય છે.... કારણ કે એકને જ (આત્માને) પોતાની મેળે (સ્વભાવથી) પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષની ઉપપત્તિ (સિદ્ધિ – તે ભાવરૂપ આત્માનું પરિણમવું) બનતી નથી. તે બંને જીવ (ભાવકર્મ) અને અજીવ (દ્રવ્યકર્મ) છે (અર્થાત્ તે બબ્બેમાં એક જીવ છે ને બીજું અજીવ છે).
બાહ્ય (સ્થૂલ) દષ્ટિથી જોઈએ તો જીવ-પુદ્ગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતાં આ નવ તત્ત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે (એટલે કે આગમમાં નિરૂપિત પાંચ ભાવો યુક્ત જીવમાં આ નવ તત્ત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે), અને એક જીવદ્રવ્યના સ્વભાવ ('સ્વ'નો ભાવ = સ્વ'નું સહજ પરિણમનરૂપ ભાવ = પરમ પરિણામિક ભાવ = કારણશુદ્ધપર્યાય = કારણશુદ્ધ પરમાત્મારૂપ ભાવ)ની સમીપ જઈને અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. (‘સમયસાર” જેવા અધ્યાત્મ ગ્રંથમાં નિરૂપિત શુદ્ધાત્મારૂપ જીવમાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે.) (જીવનાં એકાકાર સ્વરૂપમાં તેઓ નથી, તેથી આ નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે...” આ જ ગાથાના ભાવ શ્લોક ૮માં વિશેષરૂપે સમજવેલ છે.
શ્લોક ૮:- “આ રીતે નવ તત્ત્વોમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિને (અર્થાત્ આત્માના ઉદય-ક્ષયોપશમરૂપ જે ભાવો છે તે સર્વે જીવોને અનાદિના હોય છે અને જે જીવ અજ્ઞાની છે તે, તે જ ભાવોમાં રમે છે છતાં પણ દરેક જીવમાં અનાદિથી પરમ પરિણામિક ભાવરૂપ છુપાયેલી આત્મજ્યોતિ મૌજૂદ જ હોય છે, હાજર જ હોય છે. માત્ર ઉદય-ક્ષયોપશમરૂપ ભાવોને ગૌણ કરીને તેનું લક્ષ કરતાં જ તે પ્રાપ્ત થાય છે અર્થાત્ તે નવ તત્ત્વને ગૌણ કરતાં જ, જે સામાન્ય જીવત્વભાવ શેષ રહે છે તે ત્રણે કાળે શુદ્ધ હોવાથી કહ્યું છે કે નવ તત્ત્વમાં ઘણાં કાળથી છુપાયેલી આત્મજ્યોતિને), જેમ વર્ષોના સમૂહમાં છુપાયેલા એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ (અર્થાત્ અશુદ્ધાત્મામાંથી અશુદ્ધિને ગૌણ કરતાં જ, તેમાં છુપાયેલ એકાકાર = અભેદ શુદ્ધાત્મા સાક્ષાત્ થાય છે તેમ), શુદ્ધ નયથી (અર્થાત્ ઉપર કહ્યા પ્રમાણે
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૮
સમ્યગ્દર્શનની રીત
અશુદ્ધ ભાવોને ગૌણ કરતાં જ) બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે. માટે હવે હે ભવ્ય જીવો ! હંમેશાં આને અન્ય દ્રવ્યોથી (અર્થાત્ પુદ્ગલરૂપ કર્મ-નોકર્મથી) તથા તેમનાથી થતાં નૈમિત્તિક ભાવોથી (અર્થાત્ ઔદયિક ભાવોથી) ભિન્ન (અર્થાત્ અમે પૂર્વે જે બે પ્રકારે ભેદજ્ઞાન કરવાનું જણાવ્યું છે તેમ); એકરૂપ દેખો. આ (જ્યોતિ = પરમ પરિણામિક ભાવ), પદે પદે અર્થાત પર્યાયે પર્યાયે એકરૂપ ચિલ્ચમત્કારમાત્ર ઉદ્યોતમાન છે (અર્થાત્ દરેક પર્યાયમાં પૂર્ણ જીવ વ્યક્ત થતો જ હોવાથી અર્થાત્ પર્યાયમાં પૂર્ણ દ્રવ્ય હોવાથી જ આમ જણાવેલ છે. અર્થાત્ પર્યાય જ વર્તમાન જીવદ્રવ્ય છે, એમ જે અમે પૂર્વે જણાવેલ છે તે જ સમજ અને દઢ થાય છે.).”
અત્રે એ સમજવું જરૂરી છે કે આગમ અને અધ્યાત્મમાં જરાય વિરોધ નથી. કારણ કે આગમથી જીવનું સ્વરૂપ જેમ છે તેમ સમજીને અર્થાત્ જીવને સર્વે નયથી જાણીને અધ્યાત્મરૂપ શુદ્ધ નય વડે ગ્રહણ કરતાં જ સમ્યગ્દર્શનરૂપ આત્મજ્યોતિ પ્રગટ થાય છે. પ્રાપ્ત થાય છે અર્થાત્ પર્યાયમાં વિશેષભાવને ગૌણ કરતાં જ એકરૂપ-અભેદરૂપ ચિન્ચમત્કારમાત્ર જ્યોતિ અર્થાત્ સામાન્ય ભાવરૂપ પરમ પરિણામિક ભાવ હાજર જ છે કે જે સમ્યગ્દર્શનનો વિષય છે અને તેમાં જ “હુંપણું કરતાં સ્વાત્માનુભૂતિ પ્રગટ થઈ શકે છે; આ જ સમ્યગ્દર્શનની રીત છે.
શ્લોક ૯ :- “આચાર્ય શુદ્ધ નયનો અનુભવ કરી કહે છે કે, આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધ નય (એટલે કે જીવમાં ભેદરૂપ-દ્રવ્ય-ગુણ-પર્યાય-ઉત્પાદ-વ્યય-ધ્રુવ અથવા ઉદય-ઉપશમ-ક્ષયોપશમરૂપ ભાવોને ગૌણ કરીને પરમ પારિણામિક ભાવરૂપ, સમયસારરૂપ શુદ્ધ નય)નો વિષયભૂત ચૈતન્ય-ચમત્કારમાત્ર (જ્ઞાનમાત્ર = પરમ પરિણામિક ભાવમાત્ર) તેજ:પુંજ આત્મા, તેનો અનુભવ થતાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, (અર્થાત્ સર્વે નયો વિકલ્પરૂપ જ છે. જ્યારે પરમ પારિણામિક ભાવ સર્વે વિશેષભાવરહિત હોવાથી અર્થાત્ તેમાં કોઈ જ વિકલ્પ ન હોવાથી તેમાં નાયો-નિક્ષેપો-સ્વ-પરરૂપ ભાવો નથી. ત્યાં માત્ર એક અભેદભાવમાં જ હુંપણું છે, તેથી) પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે, અને નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. આથી અધિક શું કહીએ ? કૅત જ પ્રતિભાસિત થતું નથી. (સ્વાત્માનુભૂતિના કાળમાં માત્ર હુંનો જ આનંદ-વેદન હોય છે ત્યાં સ્વ-પરરૂપ કોઈ દૈત હોતું જ નથી.)
શ્લોક ૧૦:- “શુદ્ધ નય આત્માના સ્વભાવને પ્રગટ કરતો (“સ્વ'ના ભવનરૂપ = સ્વનું સહજ પરિણમનરૂપ = પરમ પારિણામિક ભાવરૂપે પ્રગટ કરતો) ઉદયરૂપ થાય છે, તે આત્મસ્વભાવને કેવો પ્રગટ કરે છે ? (એટલે કે તે પ્રગટ કરેલો આત્મસ્વભાવ કેવો છે?) પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યનાં નિમિત્તથી થતાં પોતાના વિભાવો એવા પરભાવોથી ભિન્ન કરે છે. (અર્થાત્ પરદ્રવ્યતા પ્રગટ ભિન્ન છે તેથી તેની સાથે તેના લક્ષણથી ભેદજ્ઞાન કરે છે અને પરદ્રવ્યનાં નિમિત્તથી થતાં પોતાના જે વિભાવો છે તે જીવરૂપ છે તેથી તે વિભાવોને ગૌણ કરે છે અને વિભાવોમાં છુપાયેલી આત્મજ્યોતિને મુખ્ય કરે છે.) વળી
Page #184
--------------------------------------------------------------------------
________________
સમયસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
૧૭૯
તે આત્મસ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે – સમસ્ત લોકાલોકને જાણનાર છે – એમ પ્રગટ કરે છે (અત્રે સમજવાનું એ છે કે પરમ પારિણામિક ભાવરૂપ આત્માનું એટલે કે જ્ઞાનનું લક્ષણ - જ્ઞાનનો સ્વભાવ પ્રતિબિંબ રૂપે પરને ઝળકાવવાનો છે, તે પ્રતિબિંબને ગૌણ કરતાં જ ત્યાં અરીસાની જેમ સ્વચ્છત્વરૂપ પરિણમન હાજર જ છે અને જ્ઞાનનો સ્વભાવ લોકાલોકને ઝળકાવવાનો છે તેથી કરીને જ તે ‘જ્ઞાન' નામ પામે છે અન્યથા નહિ. તે શેયરૂપ ઝલકનને ગૌણ કરતાં જ ત્યાં જ્ઞાનમાત્રરૂપ = પરમ પારિણામિક ભાવરૂપ = જ્ઞાયક હાજર જ છે. તેથી કરી આત્મા ખરેખર પરને જાણતો જ નથી' એવી પ્રરૂપણા કરીને આત્માનાં લક્ષણનો અભાવ કરવાથી આત્માનો જ અભાવ થાય છે.). વળી તે, આત્મસ્વભાવને આદિ-અંતથી રહિત પ્રગટ કરે છે (પરમ પરિણામિક ભાવ તે આત્માનો અનાદિ અનંત “સ્વ” ભવનરૂપ “સ્વભાવ છે અને તે ત્રિકાળ શુદ્ધ હોવાથી તેને આદિ-અંતથી રહિત કહ્યો છે). વળી તે આત્મસ્વભાવને એક – સર્વ ભેદભાવોથી (દ્વૈતભાવોથી) રહિત એકાકાર – પ્રગટ કરે છે. (સર્વ પ્રકારના ભેદરૂપ ભાવો; જેવા કે દ્રવ્ય-ગુણ-પર્યાય, જ્ઞાન-દર્શન-ચારિત્ર, નિષેધરૂપ સ્વ-પરરૂપ ભાવોથી રહિત પ્રગટ કરે છે.) અને જેમાં સમસ્ત સંકલ્પવિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે. (અર્થાત્ ઉદય, ક્ષયોપશમ ભાવોને ગૌણ કરતાં જ પરમ પરિણામિક ભાવરૂપ આત્મામાં કોઈ જ સંકલ્પ-વિકલ્પ, નય-પ્રમાણ-નિક્ષેપો વગેરે રહેતાં જ નથી એવો આત્મા પ્રગટ કરે છે.) આવો શુદ્ધ નય પ્રકાશરૂપ થાય છે.”
ગાથા ૧૪ : ગાથાર્થ :- “જે નય આત્માને બંધરહિત ને પરના સ્પર્શરહિત, અન્યપણારહિત, ચળાચળતારહિત, વિશેષરહિત (અર્થાત્ વિશેષને ગૌણ કરતાં જ જે એક સામાન્ય ભાવરૂપ અર્થાત્ પરમ પારિણામિક ભાવરૂપ જીવ છે તે અર્થાત્ અન્યના લક્ષે થવાવાળા સર્વે ભાવો કે જે વિશેષ છે, તેનાથી રહિત જ હોય છે), અન્યના સંયોગરહિત એવા પાંચ ભાવરૂપ દેખે છે તેને, હે શિષ્ય! તું શુદ્ધ નય જાણ.” અર્થાત્ જેમ અમે પૂર્વે સમજાવ્યું તેમ સર્વે પરદ્રવ્ય તથા પરદ્રવ્યના લક્ષથી થવાવાળા આત્માના ભાવોથી (તેને ગૌણ કરીને) ભેદજ્ઞાન કરવાથી શુદ્ધ નયરૂપ અર્થાત્ અભેદ એવો પંચમભાવરૂપ સમ્યગ્દર્શનનો વિષય પ્રાપ્ત થાય છે.
ગાથા ૧૪ : ટીકા :- “નિશ્ચયથી અબદ્ધ-અસ્પષ્ટ (આત્માના ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એવા ચાર ભાવોથી અબદ્ધ-અસ્પૃષ્ટ), અનન્ય (છતાં આત્માના પરિણમન = પર્યાયથી અનન્ય પરમ પરિણામિક ભાવરૂપ = કારણશુદ્ધપર્યાયરૂ૫), નિયત (નિયમથી એકસમાન સહજ પરિણમનરૂપ), અવિશેષ (જેમાં વિશેષરૂપ ચારેય ભાવોનો અભાવ છે એવો, સામાન્ય પરિણમનરૂપ - સહજ પરિણમનરૂપ) અને અસંયુક્ત (કે જે ઉપર કહ્યા તેવા ચાર ભાવોથી સંયુક્ત નથી - તે ચાર ભાવોને ગૌણ કરતાં જ શુદ્ધ નયનો આત્મા પ્રાપ્ત થાય છે તેવો અસંયુક્ત) એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધ નય છે, અને એ અનુભૂતિ આત્મા જ છે, એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે.”
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૮૦
સમ્યગ્દર્શનની રીત
શ્લોક ૧૧ :- “જગતનાં પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો કે જ્યાં આ બદ્ધસ્કૃષ્ટ આદિ ભાવો (ઉપર કહ્યા તે ચાર ભાવો) સ્પષ્ટપણે તે સ્વભાવ ઉપર તરે છે (એટલે કે તે ભાવો થાય છે તો આત્માના પરિણામમાં જ અર્થાત્ આત્મામાં જ), તો પણ તેઓ પરમ પરિણામિક ભાવમાં પ્રતિષ્ઠા પામતા નથી, કારણ કે દ્રવ્યસ્વભાવ (દ્રવ્યરૂપ આત્માના સ્વનું ભવનરૂપ “સ્વભાવ) તો નિત્ય છે (એટલે કે એવો ને એવો જ થાય છે), એકરૂપ છે (અનન્યરૂપ છે, અભેદ છે ત્યાં કોઈ ભેદ નથી) અને આ ભાવો (એટલે કે અન્ય ચાર ભાવો) અનિત્ય છે, અનેકરૂપ છે, પર્યાયો (ચાર ભાવરૂપ પર્યાયો-વિભાવભાવ) દ્રવ્યસ્વભાવમાં પ્રવેશ કરતા નથી, ઉપર જ રહે છે તે ચાર ભાવ પરમ પરિણામિક ભાવરૂપ દ્રવ્યસ્વભાવમાં પ્રવેશ પામતાં જ નથી. કારણ કે પરમ પારિણામિક ભાવરૂપ દ્રવ્યસ્વભાવ સામાન્ય ભાવરૂપ છે તેથી તેમાં વિશેષભાવનો તો અભાવ જ હોય છે અર્થાત્ વિશેષભાવો દ્રવ્યસ્વભાવમાં પ્રવેશ કરતા નથી, ઉપર જ રહે છે) આ શુદ્ધ સ્વભાવ (‘સ્વ'ના ભવનરૂપ = પરમ પારિણામિક ભાવ) સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. (આત્મામાં ત્રણે કાળ છે એટલે જ ત્રિકાળી શુદ્ધ ભાવો કહેવાય છે) એવા શુદ્ધ સ્વભાવનો, મોહરહિત થઈને જગત અનુભવ કરો; કારણ કે મોહકર્મના ઉદયથી ઉત્પન્ન મિથ્યાત્વરૂપ અજ્ઞાન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એ અનુભવ યથાર્થ થતો નથી.”
શ્લોક ૧ર :- “જો કોઈ સુબુદ્ધિ (એટલે કે જેને તત્ત્વોનો નિર્ણય થયો છે તેવો કે જે સમ્યગ્દર્શન પામવાની પૂર્વના પર્યાયોમાં સ્થિત છે તેવો) ભૂત, વર્તમાન અને ભાવિ એવા ત્રણે કાળના (કર્મોના) બંધને પોતાના આત્માથી તત્કાળ - શીધ્ર ભિન્ન કરીને (અર્થાત્ કર્મોરપી પુગલોને પોતાથી ભિન્ન જાણી – જડ જાણી પોતાને ચેતનરૂપ અનુભવીને તથા તે કર્મના ઉદયના નિમિત્તથી થયેલ મિથ્યાત્વ(અજ્ઞાન)ને પોતાના બળથી (પુરુષાર્થથી) રોકીને અથવા નાશ કરીને (ઉપર શ્લોક ૧૧માં જણાવ્યા પ્રમાણે ચાર ભાવોને ગૌણ કરીને, પોતાને પરમ પરિણામિક ભાવરૂપ અનુભવતાં જ મિથ્યાત્વ ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષયને પામે છે અર્થાત્ પોતાને ત્રિકાળી શુદ્ધ ભાવરૂપ = પરમ પરિણામિક ભાવરૂપ જાણવા/ અનુભવવારૂપ પુરુષાર્થ કરે અર્થાત) અંતરંગમાં અભ્યાસ કરે – દેખે, તો આ આત્મા પોતાના અનુભવથી જ જણાવાયોગ્ય જેનો પ્રગટ મહિમા છે એવો વ્યક્ત (અનુભવગોચર), ધ્રુવ (નિશ્ચલ), શાશ્વત, નિત્ય કર્મકલંક – કર્દમથી રહિત (પરમ પારિણામિક ભાવરૂપ) એવો પોતે સ્તુતિ કરવા યોગ્ય દેવ વિરાજમાન છે.”
શ્લોક ૧૩:- “એ રીતે જે પૂર્વકથિત શુદ્ધ નયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે (અર્થાત્ શુદ્ધાત્માની અનુભૂતિ છે) તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે એમ જાણીને (અર્થાત્ જે આત્માની અનુભૂતિ છે તે જ જ્ઞાનની અનુભૂતિ છે, તે બંનેમાં કોઈ જ ભેદ નથી) તથા આત્મામાં, આત્માને નિશ્ચળ સ્થાપીને (અર્થાત્ તે શુદ્ધાત્માનું નિશ્ચળ - એકાગ્રપણે ધ્યાન કરીને) “સદા સર્વ તરફ એક જ્ઞાનઘન આત્મા છે એમ દેખવું.” અર્થાત્ જે શુદ્ધાત્મા છે તેને જ્ઞાન અપેક્ષાએ જ્ઞાનઘન, જ્ઞાનમાત્ર, જ્ઞાન સામાન્ય, વગેરે અનેક
Page #186
--------------------------------------------------------------------------
________________
સમયસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
નામોથી ઓળખાય છે, અત્રે વિશેષ એટલું જ કે જે ગુણથી શુદ્ધાત્માને જોવામાં આવે તે ગુણમય જ પૂર્ણપણે શુદ્ધાત્મા જણાય છે અર્થાત્ શુદ્ધાત્મામાં કોઈ ભેદ જ નથી.
ગાથા ૧૫ : ગાથાર્થ :- “જે પુરુષ આત્માને અબદ્વત્કૃષ્ટ (અર્થાત્ કોઈ પણ જાતના બંધ વગરનો શુદ્ધ અને જેમાં સર્વ વિભાવભાવ અત્યંત ગૌણ થઈ ગયેલ હોવાથી, વિભાવભાવથી નહિ સ્પર્શાયેલો એવો કે જેને સમ્યક એકાંતરૂપ પણ કહેવાય છે તેવો), અનન્ય (તે પોતે નિરંતર પોતાના રૂપમાં જ પરિણમતો હોવાથી અન્યરૂપ નહિ થતો અર્થાત્ તેના સર્વ ગુણોના સહજ પરિણમનયુક્ત પરમ પારિણામિક ભાવરૂપ), અવિશેષ (અર્થાત્ સર્વ વિશેષ જેમાં ગૌણ થઈ ગયા હોવાથી, માત્ર સામાન્યરૂપ અર્થાત્ જે ઔદેયિકાદિ ચાર ભાવો છે તે વિશેષ છે, પરંતુ આ પરમ પારિણામિક ભાવરૂપ પંચમભાવ સામાન્યભાવરૂપ હોવાથી વિશેષરહિત હોય છે. જેમ આપણે પૂર્વે જોયું તેમ, તે વિશેષભાવો સામાન્યના જ બનેલા હોય છે અર્થાત્ જીવ એક પારિણામિક ભાવરૂપ જ હોય છે, પરંતુ વિશેષમાં જે કર્મના ઉદય નિમિત્તે ભાવો થાય છે, તે અપેક્ષાએ તે પારિણામિક ભાવ જ ઔદૈયિક વગેરે નામ પામે છે અને તે ઔદેયિકાદિ ભાવોનો સામાન્ય અર્થાત્ પરમ પારિણામિક ભાવમાં અભાવ હોવાથી તેને અવિશેષ) દેખે છે તે સર્વ જિનશાસનને દેખે છે (અર્થાત્ જેણે એક આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું) કે જે જિનશાસન, બાહ્ય-દ્રવ્યશ્રુત તેમ જ અત્યંતરજ્ઞાનરૂપ ભાવદ્યુતવાળું છે.’’
૧૮૧
ગાથા ૧૭-૧૮ : ગાથાર્થ :- ‘‘જેમ કોઈ ધનનો અર્થી પુરુષ (તેમ કોઈ આત્માનો અર્થી પુરુષ) રાજાને જાણીને શ્રદ્ધા કરે છે (અર્થાત્ જીવરાજારૂપ શુદ્ધાત્માને જાણીને શ્રદ્ધા કરે છે), ત્યાર બાદ તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે (અર્થાત્ તે શુદ્ધાત્માનો પ્રયત્નપૂર્વક અનુભવ કરવાનો પુરુષાર્થ કરે છે) અર્થાત્ સુંદર રીતે સેવા કરે છે (અર્થાત્ તેનું જ વારંવાર મનન-ચિંતન-ધ્યાન-અનુભવન કરે છે), એવી જ રીતે મોક્ષની ઇચ્છાવાળાએ જીવરૂપી રાજાને જાણવો, પછી એ રીતે જ તેનું શ્રદ્ધાન કરવું અને ત્યાર બાદ તેનું અનુચરણ કરવું અર્થાત્ અનુભવ વડે તન્મય થઈ જવું.’’
ગાથા ૩૫ : ગાથાર્થ :- ‘‘જેમ લોકમાં કોઈ પુરુષ પરવસ્તુને ‘આ પરવસ્તુ છે’ એમ જાણે ત્યારે એવું જાણીને પરવસ્તુને ત્યાગે છે, તેવી રીતે જ્ઞાની સર્વ પરદ્રવ્યોના ભાવોને, ‘આ પરભાવ છે’ તેમ જાણીને
તેમને છોડે છે.’’
અર્થાત્ પૂર્વે જોયું તેમ પરના લક્ષે થતાં પોતાના ભાવમાં જ્ઞાનીને ‘હુંપણું’ ન હોવાથી તેને છોડે છે એમ કહેવાય છે અર્થાત્ તે પરલક્ષે થતાં ભાવને જ્ઞાની પોતાની નબળાઈ સમજે છે અને કોઈ પણ જીવ પોતાની નબળાઈને પોષવા ઇચ્છે નહિ જ, તેમ જ્ઞાની પણ તે પરલક્ષે થતાં ભાવોને બિલકુલ ઇચ્છતો નથી અને તેથી જ તેનાથી છૂટવાના પ્રયત્નો આદરે છે અર્થાત્ શક્તિ અનુસાર ચારિત્ર ગ્રહણ કરે છે; આવું છે
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૮૨
સમ્યગ્દર્શનની રીત
જૈનસિદ્ધાંતનું અનેકાંતમય જ્ઞાન.
ગાથા ૩૬ : ગાથાર્થ :- “એમ જાણે કે, “મોહ સાથે મારો કાંઈ પણ સંબંધ નથી, એક ઉપયોગ છે તે જ હું છું' (અર્થાત્ સમ્યગ્દર્શનના વિષયમાં મોહરૂપ વિભાવભાવ નહિ હોવાથી, જ્યારે જ્ઞાની શુદ્ધાત્મામાં જ “હુંપણું કરે છે ત્યારે તે માત્ર એટલો જ છે તેને કોઈ વિભાવભાવ સાથે કોઈ સંબંધ નથી અર્થાત્ તેને એકમાત્ર સામાન્ય ઉપયોગરૂપ જ્ઞાયકભાવમાં જ હુંપણું હોવાથી, તેનો ત્યારે મોહ સાથે કોઈ સંબંધ નથી, એક શુદ્ધાત્મા છે તે જ હું છું, એવું જે જાણવું તેને સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપના જાણનારા મોહથી નિર્મમત્વ કહે છે.” અર્થાત્ જ્ઞાનીને મોહમાં હુંપણું અને મારાપણું નથી, તેથી જ્ઞાનીને નિર્મમત્વ છે.
ગાથા ૩૮ : ગાથાર્થ :- “દર્શનશાનચારિત્રરૂપ પરિણમેલો આત્મા (અર્થાત્ પરમ પરિણામિક ભાવરૂપ સહજ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમન કરતો ભાવ કે જે શુદ્ધાત્મા છે, તેમાં જ “હુંપણું કરતો એવો સમ્યગ્દષ્ટિ જીવ) એમ જાણે છે કે, નિશ્ચયથી હું એક છું (અર્થાત્ તે અભેદનો જ અનુભવ કરે છે), શુદ્ધ છું (અર્થાત્ એકમાત્ર શુદ્ધાત્મામાં જ હુંપણું હોવાથી હું શુદ્ધ છું એમ અનુભવે છે), દર્શનશાનમય છું (અર્થાત્ માત્ર જાણવા-જોવાવાળો જ છું), સદા અરૂપી છું (અર્થાત્ કોઈ પણ રૂપી દ્રવ્યમાં અને તેના થકી થતા ભાવોમાં હુંપણું નહિ હોવાથી પોતાને માત્ર અરૂપી જ અનુભવે છે); કાંઈ પણ અન્ય પદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારું નથી એ નિશ્ચય છે.”
શ્લોક ૩ર :- “આ જ્ઞાનસમુદ્ર ભગવાન આત્મા (અર્થાત્ જ્ઞાનમાત્ર શુદ્ધાત્મા) વિભ્રમરૂપ આડી ચાદરને સમૂળગી ડુબાડી દઈને (અર્થાત્ શુદ્ધ નયે કરી, સર્વ વિભાવભાવને અત્યંત ગૌણ કરી, પર્યાયને દ્રવ્યમાં અંતર્ગત કરી લે છે અર્થાત્ શુદ્ધ દ્રવ્યાર્થિક નયે કરી શુદ્ધાત્મામાં જ દષ્ટિ કરીને) પોતે સર્વાગ પ્રગટ થયો છે (અર્થાત્ એવો શુદ્ધાત્માનો અનુભવ થયો છે); તેથી હવે આ સમસ્ત લોક (અર્થાત્ સમસ્ત વિકલ્પરૂપ લોક – વિભાવરૂપ લોકો તેના શાંત રસમાં (અર્થાત્ અતિંદ્રિય આનંદરૂપ અનુભૂતિમાં) એકીસાથે જ અત્યંત મગ્ન થાઓ (અર્થાત્ પોતાને નિર્વિકલ્પ અનુભવે છે તે) કેવો છે શાંત રસ (અર્થાત્ અતિંદ્રિય આનંદ) ? સમસ્ત લોક પર્યત ઊછળી રહ્યો (અર્થાત્ અમાપ, અનહદ, ઉત્કૃષ્ટ) છે.” આવી છે આત્માની અનુભૂતિ કે જે અમે અનેક વેળા અનુભવીએ છીએ અને તે સર્વે મુમુક્ષુજનોને પ્રાપ્ત થાય એમ ઇચ્છીએ છીએ.
આ રીતે સમ્યગ્દર્શનની સિદ્ધિ થતાં, અહીં જ સમયસાર પૂરું થઈ જાય છે; હવે પછીનો જે વિસ્તાર છે તે તો માત્ર વિસ્તારરુચિ જીવોને, વિસ્તારથી આ જ “શુદ્ધાત્મા'માં ‘હુંપણું કરાવીને, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે, વિસ્તારથી ભેદજ્ઞાન સમજાવેલ છે. અર્થાત્ આ જીવ અનાદિથી જે નવ
Page #188
--------------------------------------------------------------------------
________________
સમયસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
૧૮૩
તત્ત્વોરૂપ અલગ અલગ વેશે પરિણમીને અને પરમાં કર્તાભાવને પોષીને છેતરાય છે, તે છેતરામણને છતી કરીને, તે છેતરામણ દૂર કરાવવા માટે ઘણાં વિસ્તારથી, સર્વે ભાવો સાથે ભેદજ્ઞાન કરાવેલ છે. કોઈએ એમ ન સમજવું કે નવ તત્વરૂપ ભાવો એકાંતે જીવના નથી અર્થાત્ આ નવ તત્ત્વરૂપ ભાવો છે તો જીવના જ પરંતુ તેમાં હુંપણું કરવા લાયક આ ભાવો નથી, તે અપેક્ષાએ તેને જીવના નથી એમ કહ્યું છે અને તેને તે રીતે જ સમજવું અતિ આવશ્યક છે; જો કોઈ એકાંતે એમ કહે કે આ નવ તત્ત્વોરૂપ ભાવો મારા ભાવ જ નથી, તો તે ભ્રમરૂપ પરિણમીને અનંત સંસાર વધારનાર બનશે. તેથી કરી જે અપેક્ષાએ જ્યાં જે કહ્યું હોય તે જ અપેક્ષાથી ત્યાં તે સમજવું અને તેમ જ આચરવું અત્યંત આવશ્યક છે, અન્યથા તો સ્વચ્છેદે ભ્રમરૂપ પરિણમીને પોતાને જ્ઞાની માનતો તે જીવ પોતાનું અને અન્ય અનેકનું અહિત કરતો, પોતે તો ભ્રષ્ટ છે જ અને અન્ય અનેકોને પણ ભ્રષ્ટ કરશે.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૪
સમ્યગ્દર્શનની રીત
૩૭ સમયસારના અધિકારોનું વિહંગાવલોકન
હવે અમે વિસ્તારરુચિ જીવો માટે સમયસારશાસ્ત્રના સર્વે અધિકારોનું વિહંગાવલોકન કરીશું, જેમાં સર્વે અધિકારોનો માત્ર સાર જ જણાવીશું, માટે વિસ્તારરુચિ જીવોએ ઉપરોક્ત પૂર્વરંગમાં વિસ્તારથી જણાવેલ ભાવ અનુસાર અને સર્વે અધિકારોના અત્રે જણાવેલ સાર અનુસાર તે સર્વે અધિકારોનો અભ્યાસ કરવો, અન્યથા નહિ અર્થાત્ સ્વચ્છેદે નહિ; કારણ કે સ્વચ્છંદ જ આપણા અત્યાર સુધીના અનંત સંસારનું કારણ છે કે જેને હવે પછી ક્યારેય પોષવો નહિ એવી અમારી સર્વે જનોને નમ્ર વિનંતિ છે.
૧. જીવ-અજીવ અધિકાર - આ અધિકાર જીવને, અજીવરૂપ કર્મ-નોકર્મ અને તેનાં લક્ષે થતાં પોતાના વિભાવભાવોથી ભેદજ્ઞાન કરાવવા અર્થે છે અર્થાત્ તે સર્વે ભાવો જેવા કે – રસ, ગંધ, સ્પર્શ, શરીર, સંસ્થાન, સંહનન, રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, કર્મ, પર્યામિ, વર્ગ, વર્ગણા, સ્પર્ધકો, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, મન-વચન કાયાના યોગો, બંધસ્થાનો, ઉદયસ્થાનો, માર્ગણા, સ્થિતિબંધ સ્થાન, સંકલેશ સ્થાનો, વિશુદ્ધિ સ્થાનો, જીવસ્થાનો વગેરે જીવને નથી, એમ કહ્યું છે, અને પ્રશ્ન થાય કે તે ભાવો જીવને કેમ નથી ?
ઉત્તર- તે ભાવો બે પ્રકારના છે - એક તો પુદ્ગલરૂપ છે અને બીજા જીવના વિશેષભાવરૂપ છે. તેમાં જે પુલરૂપ છે તે તો જીવથી પ્રગટ ભિન્ન જ છે અને જે જીવના વિશેષભાવરૂપ છે તે ભાવોમાં હુંપણું કરવા જેવું ન હોવાથી અર્થાત્ તે સર્વ ભાવોથી ભિન્ન એવો ‘શુદ્ધાત્મા’ એ સમ્યગ્દર્શનનો વિષય હોવાની અપેક્ષાએ, શુદ્ધાત્મારૂપ જીવરાજામાં આ ભાવો નથી, તેમ કહ્યું છે. આવું સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવા અર્થે કહ્યું છે અન્યથા નહિ, એકાંતે નહિ, તેથી જેમ છે તેમ સમજીને માત્ર શુદ્ધાત્મા કે જે આ સર્વે ભાવોથી ભિન્ન છે, તેમાં જ “હુંપણું કરતાં, સ્વાત્માનુભૂતિપૂર્વક સમ્યગ્દર્શન પ્રગટ થઈ શકે છે અને ત્યાર પછી જ જ્ઞાન મધ્યસ્થ થતાં અર્થાત્ પ્રમાણરૂપ થતાં જ જીવને જેમ છે તેમ જાણે છે અને વિવેકે કરી આત્મસ્થિરતારૂપ પુરુષાર્થપૂર્વક સર્વ કર્મનો ક્ષય કરવા પ્રત્યે કાર્યરત થાય છે અર્થાત્ સર્વ કર્મનો ક્ષય કરવા વ્રત-તપ-ધ્યાનરૂપ પુરુષાર્થ આદરે છે, આ જ મોક્ષમાર્ગ છે અર્થાત્ આ જ વિધિ છે મોક્ષપ્રાપ્તિની.
લોક ૪૩ :- “આમ પૂર્વોક્ત જુદાં લક્ષણને લીધે જીવથી અજીવ ભિન્ન છે તેને અજીવને) તેની
Page #190
--------------------------------------------------------------------------
________________
સમયસારના અધિકારોનું વિહંગાવલોકન
૧૮૫
મેળે જ વિલસતું-પરિણમતું જ્ઞાની પુરુષ અનુભવે છે, તો પણ અજ્ઞાનીને અમર્યાદપણે ફેલાયેલો મોહ (અનંતાનુબંધી ચતુષ્ટયરૂ૫) કેમ નાચે છે – એ અમને મહા આશ્ચર્ય અને ખેદ છે !” અર્થાત્ આચાર્ય ભગવંતને અજ્ઞાની ઉપર પરમ કરુણાભાવ વર્તે છે, ઊપજે છે.
શ્લોક ૪૪ :- “આ અનાદિ કાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે (પરિણમે છે), અન્ય કોઈ નહિ (શુદ્ધાત્મા નહિ), અને આ જીવતો (અર્થાત્ શુદ્ધાત્મા) રાગાદિક પુદ્ગલવિકારોથી વિલક્ષણ (ભિન્ન), શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ (અર્થાત્ જ્ઞાનઘન) છે.” અર્થાત્ આવો જીવ જ અનુભવવાનો છે અર્થાત્ આવો જીવ જ સમ્યગ્દર્શનનો વિષય છે.
શ્લોક ૪૫ :- “આ પ્રમાણે જ્ઞાનરૂપી કરવતનો (અર્થાત્ તીવ્ર બુદ્ધિથી ભેદજ્ઞાન કરવાનો) જે વારંવાર અભ્યાસ (અર્થાત્ વારંવાર ભેદજ્ઞાનનો અભ્યાસ કરવા જેવો છે) તેને નચાવીને (અર્થાત્ તેનાથી ભેદજ્ઞાન કરીને) જ્યાં જીવ અને અજીવ બંને પ્રગટપણે જુદા ન થયા (અર્થાત્ તે ભેદજ્ઞાનરૂપી કરવતથી અર્થાત્ પ્રજ્ઞાછીણીથી જેવો અવરૂપ કર્મ-નોકર્મ અને તેના લક્ષે થયેલ સર્વ ભાવોથી ભિન્ન પોતે અર્થાત્ શુદ્ધાત્મા' પ્રગટ ભિન્ન છે એવો અનુભવ થવાથી અર્થાત્ પોતાની આ અજવરૂપ કર્મ-નોકર્મ અને તેના લક્ષે થયેલ સર્વ ભાવોથી પ્રગટ ભિન્ન અનુભૂતિ થતાં જ) ત્યાં તો જ્ઞાતાદ્રવ્ય (અર્થાત્ જાણવાવાળો શુદ્ધાત્મા), અત્યંત વિકાસરૂપ થતી પોતાની પ્રગટ (અર્થાત્ પ્રગટ અનુભૂતિસ્વરૂપ) ચિન્માત્રશક્તિ વડે વિશ્વને વ્યાપીને (અર્થાત્ કૃતકૃત્ય થઈને અતિંદ્રિય આનંદરૂપ પરિણમીને અને સ્વવિશ્વને વ્યાપીને), પોતાની મેળે જ (અર્થાત્ સહજ) અતિ વેગથી ઉગ્રપણે અર્થાત્ અત્યંતપણે પ્રકાશી નીકળ્યું (અર્થાત્ એવું સહજ સમ્યગ્દર્શન પ્રગટ થઈ ગયું કે જે સ્વાત્માનુભૂતિરૂપ સત-ચિત-આનંદ સ્વરૂપ છે).”
૨. કર્તા-કર્મ અધિકાર :- જીવનો બીજો વેશ કર્તા-કર્મરૂપ છે. જીવ અન્યનો કર્તા થાય છે કે જેને તે ઉપાદાન રૂપે પરિણાવવાને શક્તિમાન જ નથી અર્થાત્ સર્વેદ્રવ્યો પોતાના ઉપાદાનથી જ પોતાની પરિણતી કરે છે અર્થાત્ પોતાનું કાર્ય કરે છે - પરિણમે છે, તેમાં અન્ય દ્રવ્ય નિમિત્ત માત્ર જ હોય છે.
બીજું, સમ્યગ્દર્શન માટે જે માત્ર પોતાના ભાવ હોય તે જ અર્થાત્ “સ્વભાવ હોય તેમાં જ હુંપણું કરવાનું હોવાથી અને તે સમ્યગ્દર્શનના વિષયરૂપ “સ્વભાવ, માત્ર સામાન્ય ભાવરૂપ જ હોવાથી તે નિષ્ક્રિય ભાવ જ હોય છે અર્થાત્ સમ્યગ્દર્શનના વિષયરૂપ “સ્વભાવમાં ઉદય-ક્ષયોપશમરૂપ કર્તાકર્મભાવ કે જે વિશેષભાવ છે તે ન હોવાથી, નિમિત્ત તથા તેના લક્ષે થયેલ વિશેષભાવોનો તેમાં નકાર જ હોય છે અર્થાત્ નિમિત્તનો જ નકાર હોય છે, તે કારણથી અને તે અપેક્ષાએ પણ નિમિત્તને પરમ અકર્તા કહેવાય છે.
પરંતુ જે નિમિત્તને કોઈ એકાંતે અકર્તા માને અને સ્વચ્છેદે નબળા નિમિત્તોનું જ સેવન કરે તો તે જીવ અનંત સંસારી થઈ, અનંત દુઃખને પ્રાપ્ત થાય છે અર્થાત્ વિવેક એવો છે કે, જીવ સર્વ ખરાબ
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૬
સમ્યગ્દર્શનની રીત
નિમિત્તોથી બચીને, શાસ્ત્ર-સ્વાધ્યાય વગેરે સારા નિમિત્તોનું સેવન કરીને, ત્વરાએ મોક્ષમાર્ગમાં આગળ વધે છે; નહિ કે એકાંતે નિમિત્તને અકર્તા માનીને, સ્વચ્છંદે સર્વ નબળા નિમિત્તોને સેવતો, અનંત સંસારી અર્થાત્ અનંત દુઃખી થાય છે.
વિવેકીજન જાણે છે કે, ‘માત્ર નિમિત્તથી કાંઈ જ થતું નથી અને નિમિત્ત વગર પણ કાંઈ જ થતું નથી.’ અર્થાત્ સ્વનું સમ્યગ્દર્શનરૂપ જે પરિણમન છે તે માત્ર નિમિત્ત મળવાથી થશે, એમ નહિ પરંતુ તેના અર્થે પોતે પોતાનો – ઉપાદાનરૂપ પુરુષાર્થ આદરે તો જ થશે અર્થાત્ સર્વે જનોએ સમ્યગ્દર્શન અર્થે નિયતિ વગેરે કારણો સામે ન જોતાં, પોતાનો પુરુષાર્થ તે દિશામાં ફોરવવો અતિ આવશ્યક છે.
બીજું, વિવેકી જીવ સમજે છે કે જે પોતાના ભાવો બગડે છે તે, તેવાં નિમિત્તો મળતાં બગડે છે; એમ જાણી, ખરાબ નિમિત્તોથી તે નિરંતર દૂર જ રહેવાનો પ્રયત્ન કરે છે, જેમ કે બ્રહ્મચર્ય અને આત્મધ્યાન માટે ભગવાને એકાંતવાસનું સેવન કરવા જણાવેલ છે. આવો છે વિવેક નિમિત્ત-ઉપાદાન રૂપ સંબંધનો, તેથી તેને તે પરિપ્રેક્ષ્યમાં જ સમજવો, અન્યથા નહિ; અત્રે સમ્યગ્દર્શન કરાવવા અર્થાત્ પર ઉપરથી દૃષ્ટિ હટાવવાને માટે નિમિત્તને પરમ અકર્તા કહ્યું છે, અન્યથા નહિ.
શ્લોક ૬૯ :– “જેઓ નયપક્ષપાતને છોડી (અર્થાત્ અમે પૂર્વે અનેક વાર જણાવ્યા અનુસાર જેને કોઈ પણ એક નયનો આગ્રહ હોય અથવા તો કોઈ મત-પંથ-વ્યક્તિવિશેષરૂપ પક્ષનો આગ્રહ હોય અને જેઓ તેવા પૂર્વાગ્રહ-હઠાગ્રહ છોડી શકે છે તેઓ) સ્વરૂપમાં ગુમ થઈને (અર્થાત્ સ્વમાં અર્થાત્ શુદ્ધાત્મામાં જ ‘હુંપણું’ કરીને સમ્યગ્દર્શનરૂપ પરિણમીને) સદા રહે છે, તેઓ જ (અર્થાત્ નય અને પક્ષને છોડે છે તેવા મુમુક્ષુ જીવો જ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે અને તેઓ જ), જેમનું ચિત્ત વિકલ્પમળોથી રહિત શાંત થયું છે એવા થયા થકા (અર્થાત્ નિર્વિકલ્પ ‘શુદ્ધાત્મા’નો અનુભવ કરતાં થકા), સાક્ષાત્ અમૃતને (અર્થાત્ અનુભૂતિરૂપ અતિન્દ્રિય આનંદને) પીએ છે (અર્થાત્ અનુભવે છે).’’ અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે સર્વે જનોએ નય અને પક્ષનો આગ્રહ છોડવા જેવો છે.
શ્લોક ૯૦ :- ‘એ પ્રમાણે જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઊઠે છે એવી મોટી નયપક્ષકક્ષાને (નયના આગ્રહને – પક્ષને) ઓળંગી જઈને (તત્ત્વવેદી = સમ્યગ્દર્શની થઈને) અંદર અને બહાર (અર્થાત્ પૂર્ણ આત્મામાં) સમતા-રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા અનુભૂતિમાત્ર એક પોતાના ભાવને (પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્માને) પામે છે.’’
શ્લોક ૯૯ : – ‘‘અચળ (અર્થાત્ ત્રણે કાળે એવું ને એવું જ પરિણમતું), વ્યક્ત (અનુભવપ્રત્યક્ષ) અને ચિત્તશક્તિઓના સમૂહના ભારથી અત્યંત ગંભીર (અર્થાત્ માત્ર જ્ઞાનઘનરૂપ) આ જ્ઞાનજ્યોતિ (અર્થાત્ જ્ઞાનસામાન્યભાવરૂપ જ્ઞાયક = શુદ્ધાત્મા) અંતરંગમાં ઉગ્રપણે એવી રીતે જાજ્વલ્યમાન થઈ કે, આત્મા અજ્ઞાનમાં (પરનો) કર્તા થતો હતો તે હવે કર્તા થતો નથી (અર્થાત્ પરનું કર્તાપણું ધારણ કરતાં
Page #192
--------------------------------------------------------------------------
________________
સમયસારના અધિકારોનું વિહંગાવલોકન
ભાવમાં એકત્વ કરતો નથી) અને અજ્ઞાનના નિમિત્તે પુદ્ગલ કર્મરૂપ થતું હતું તે કર્મરૂપ થતું નથી (અર્થાત્ અજ્ઞાન નિમિત્તે જે બંધ થતો હતો તે, અજ્ઞાન જતાં જ, તેના નિમિત્તે થતો બંધ પણ હવે નથી); વળી જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે (અર્થાત્ જ્ઞાની પોતાને સામાન્યજ્ઞાનરૂપ શુદ્ધાત્મા જ અનુભવે છે કે જે ત્રિકાળ જ્ઞાનરૂપ જ રહે છે) અને પુદ્ગલ પુદ્ગલરૂપ જ રહે છે (અર્થાત્ જ્ઞાની પુદ્ગલને પુદ્ગલરૂપ અને તેનાથી થતા ભાવોને પણ તે રૂપ જ જાણી, તેમાં ‘હુંપણું’ કરતો નથી અર્થાત્ જ્ઞાની આવી રીતે ભેદજ્ઞાન કરે છે).’’ આ રીતે સમ્યગ્દર્શન પ્રગટ કરે છે.
૧૮૭
-
(૩) પુણ્ય-પાપ અધિકાર:- આ અધિકારમાં પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવા માટે, જે સમ્યગ્દર્શનનો વિષય છે અર્થાત્ જે શુદ્ધાત્મા છે તેમાં, બંધરૂપ કોઈ જ ભાવો ન હોવાથી અર્થાત્ તેમાં સર્વે વિભાવભાવનો અભાવ હોવાથી, બંધ માત્ર ભાવ અર્થાત્ શુભ ભાવ અને અશુભ ભાવ, તે બંને (સમ્યગદર્શનના વિષયમાં) નથી એમ જણાવવા બંનેને એક સમાન કહ્યાં છે. અર્થાત્ પુણ્ય અને પાપ અર્થાત્ શુભ ભાવ અને અશુભ ભાવ સમ્યગ્દર્શનના વિષયરૂપ પરમ પારિણામિક ભાવરૂપ પરિણમનરૂપ શુદ્ધાત્મામાં ન હોવાથી, બંને સમાન અપેક્ષાએ હેય છે અર્થાત્ બંને વિભાવભાવ હોવાથી - બંધરૂપ હોવાથી એક સમાન હેય છે.
સહજ
અહીં કોઈએ એકાંતે તેમ ન સમજવું, કારણ કે અશુભ ભાવે પરિણમવાનો કદી કોઈ ઉપદેશ હોય જ નહિ, પરંતુ અત્રે જણાવ્યા અનુસાર સમ્યગ્દર્શન કરાવવા, બંને ભાવોથી ભેદજ્ઞાન કરાવ્યું છે અને ભેદજ્ઞાનની અપેક્ષાએ બંને સમાન જ છે, નહિ કે અન્યથા.
જો કોઈ અન્યથા પુણ્યને હેય સમજીને અથવા તો પુણ્ય-પાપને સમાનરૂપે હેય સમજીને, સ્વચ્છંદે પાપરૂપ અર્થાત્ અશુભ ભાવે પરિણમતા હોય, તેમાં જ રાચતા હોય તો તે, તેઓને મહા અનર્થનું કારણ છે. જો કોઈ આવી રીતથી એકાંતે સમજીને, આવી જ રીતે એકાંતે પ્રતિપાદન કરતું હોય તો, તે પોતે તો ભ્રષ્ટ છે જ અને અન્ય અનેકોને પણ ભ્રષ્ટ કરી રહ્યા છે; અર્થાત્ જૈન સિદ્ધાંતમાં વિવેકની જ બોલબાલા છે. અર્થાત્ સર્વ કથન જે અપેક્ષાએ કહ્યું હોય તે જ અપેક્ષાથી ગ્રહણ કરવું જોઈએ, તે જ વિવેક છે; માટે સર્વ મોક્ષાર્થીઓએ પૂર્વે જણાવ્યા અનુસાર એકમાત્ર આત્મપ્રાપ્તિના લક્ષે નિયમથી શુભમાં જ રહેવા યોગ્ય છે, આ જ જિન સિદ્ધાંતનો સાર છે, જે અમે પૂર્વે પણ ફરી ફરી જણાવ્યું છે તેથી કરી અત્રે જણાવ્યા અનુસાર જ અર્થાત્ વિવેકપૂર્વક જ સર્વજન સમ્યગ્દર્શનને પામે છે અને વિવેકપૂર્વક જ નિર્વાણને પામે છે. ગાથા ૧૫૧ : ગાથાર્થ :- ‘નિશ્ચયથી જે પરમાર્થ છે (અર્થાત્ પરમ પારિણામિક ભાવરૂપ-સહજ પરિણમનરૂપ શુદ્ધાત્મા છે), સમય છે, શુદ્ધ છે, કેવળી છે, મુનિ છે, જ્ઞાની છે, તે સ્વભાવમાં (શુદ્ધાત્મામાં) સ્થિત મુનિઓ નિર્વાણને પામે છે.’’
=
ગાથા ૧૫૨ : ગાથાર્થ :- ‘પરમાર્થમાં અસ્થિત (અર્થાત્ મિથ્યાદષ્ટિ) એવો જે જીવ તપ કરે છે
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૮
સમ્યગ્દર્શનની રીત
તથા વ્રત ધારણ કરે છે, તેમાં તે સર્વ તપ અને વ્રતને સર્વજ્ઞો બાળતપ અને બાળવ્રત કહે છે.” અર્થાત્ આ બાળતપ અને બાળવ્રત છોડવાનું નથી કહેતાં પરંતુ તેનાથી પણ પરમ ઉત્કૃષ્ટ એવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે, અને જે પરમાર્થમાં સ્થિત છે તેને તો નિયમથી આગળ વ્રત-તપ વગેરે આવે જ છે; આવો છે જિન સિદ્ધાંતનો વિવેક કે જે આત્માને ઉપર ચડવા જ કહે છે, નહિ કે અન્યથા અર્થાત્ વ્રતતપ છોડી નીચે પડવા ક્યારેય જણાવતો નથી.
શ્લોક ૧૧૧ - “કર્મનયના આલંબનમાં તત્પર (અર્થાત્ કર્મનયના પક્ષપાતી અર્થાત્ કર્મને જ સર્વસ્વ માનનારા) પુરુષો ડૂબેલા છે, કારણ કે તેઓ જ્ઞાનને જાણતાં નથી (અર્થાત્ જ્ઞાનરૂપ આત્માની અર્થાત્ પોતાની શક્તિમાં વિશ્વાસ નથી, પરંતુ કર્મની અર્થાત્ પરની શક્તિમાં વિશ્વાસ છે). જ્ઞાનનયના ઈચ્છક પુરુષો પણ ડૂબેલા છે (કારણ કે તેઓને એકાંતે જ્ઞાનનો જ પક્ષ હોવાથી તેઓ કર્મને કાંઈ વસ્તુ જ માનતાં નથી અને એકાંતે નિશ્ચયાભાસી રૂપે પરિણમે છે), કારણ કે તેઓ સ્વચ્છેદથી અતિ મંદ ઉદ્યમી છે (કારણ કે તેઓ નિશ્ચયાભાસી હોવાથી, પુણ્ય અને પાપને સમાનરૂપે હેય અર્થાત્ સર્વ અપેક્ષાએ હેય અર્થાત્ એકાંતે હેય માનતાં હોવાથી, કોઈ જ પુરુષાર્થ ન કરતાં, એકાંતે સમજે છે અને તેમ જ બોલે છે કે હું તો જ્ઞાનમાત્ર જ છું” અને રાચે છે સંસારમાં, અર્થાત્ આત્મજ્ઞાન માટેની યોગ્યતા વગેરરૂપ અભ્યાસ પણ નિયતિવાદીઓની જેમ નથી કરતાં. કારણ કે તેઓ માને છે કે આત્મજ્ઞાન માટેની યોગ્યતા તો એના કાળે આવી જ જશે; આ રીતે પોતાને જ્ઞાનમાત્ર માનતા અને તેવા જ ભ્રમમાં રહેતા હોવાથી, ધર્મમાં યોગ્યતા કરવા માટે મંદ ઉધમી છે અને તેથી તેઓ વિષયકષાયમાં વિનાસંકોચે વર્તતા હોય છે). (હવે યથાર્થ સમજણયુક્ત જીવની વાત છે કે જે સમ્યગ્દષ્ટિ છે) તે જીવો વિશ્વના ઉપર તરે છે (અર્થાત્ વિશ્વની અન્ય કોઈ વસ્તુમાં જેમનું હુંપણું અને મારાપણું નથી તેથી તેમાં તેઓને કોઈ જ લગાવ નથી તેથી તે જીવો વિશ્વના ઉપર તરે છે) કે જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા - પરિણમતા થકા (અર્થાત્ પોતાને પરમ પારિણામિક ભાવરૂપ અર્થાત્ સહજ પરિણમનરૂપ અર્થાત્ સામાન્ય જ્ઞાનરૂપ અનુભવતા થકા) કર્મ કરતાં નથી (અર્થાત્ કોઈ પણ કર્મ અથવા તેના નિમિત્તે થતા ભાવમાં હુંપણું અને મારાપણું કરતાં નથી, કર્તા બુદ્ધિ પોષતા નથી) અને ક્યારેય પ્રમાદને વશ પણ થતાં નથી (અર્થાત્ બુદ્ધિપૂર્વક સ્વમાં રહેવાનો સતત પુરુષાર્થ કરે છે).”
(૪) આસવ અધિકાર - આ અધિકારમાં પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવા માટે અર્થાત્ ભેદજ્ઞાન કરાવવા માટે, જે સમ્યગ્દર્શનનો વિષય છે અર્થાત્ જે શુદ્ધાત્મા છે તેમાં આસવરૂપ ભાવ ન હોવાથી અર્થા તેમાં સર્વે વિભાવભાવનો અભાવ હોવાથી કહ્યું છે કે, જ્ઞાનીને આસ્રવ નથી. અર્થાત્ જ્ઞાનીને આસવભાવરૂપ જે પોતાનું પરિણમન છે તેમાં હુંપણું હોતું નથી અને તેમાં કર્તાપણું પણ નથી. કારણ કે જ્ઞાની તે ભાવરૂપ સ્વેચ્છાએ પરિણમતો નથી પરંતુ બળજબરીપૂર્વક અર્થાત્ નબળાઈને કારણે પરિણમતો હોવાથી ર્તાપણું નથી.
Page #194
--------------------------------------------------------------------------
________________
સમયસારના અધિકારોનું વિહંગાવલોકન
૧૮૯
જ્ઞાનીને અલ્પ આસ્રવ થાય છે ખરો, પરંતુ જ્ઞાનીને અનંતાનુબંધી કષાયો અને મિથ્યાત્વનો આસવ ન હોવાથી પણ, જ્ઞાનીને આસ્રવ નથી એમ કહ્યું છે, પરંતુ જો કોઈ આ વાત એકાંતે ગ્રહણ કરી સ્વચ્છેદે આસવભાવોનું સેવન કરે અથવા કોઈ પોતાને જ્ઞાની સમજીને, સ્વચ્છેદે આસવભાવોનું સેવન કરે તો, તે તેને મહા અનર્થનું કારણ છે અર્થાત્ જે કોઈ આવી રીતથી એકાંતે સમજીને, આવી જ રીતે એકાંતે પ્રતિપાદન કરતું હોય તો, તે પોતે તો ભ્રષ્ટ છે જ અને અન્ય અનેકોને ભ્રષ્ટ કરી રહ્યો છે. અર્થાત્ જૈન સિદ્ધાંતમાં વિવેકની જ પ્રધાનતા છે અર્થાત્ સર્વ કથન જે અપેક્ષાએ કહ્યું હોય તે જ અપેક્ષાથી ગ્રહણ કરવું જોઈએ, તે જ વિવેક છે; માટે સર્વ મોક્ષાર્થીઓએ પૂર્વે જણાવ્યા અનુસાર એકમાત્ર આત્મપ્રાપ્તિના લક્ષે નિયમથી આસવનાં કારણોથી દૂર જ રહેવા યોગ્ય છે, આ જ જિન સિદ્ધાંતનો સાર છે.
શ્લોક ૧૧૬ :- “આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે, પોતે પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને નિરંતર છોડતો થકો અર્થાત્ નહિ કરતો થકો (અર્થાત્ જ્ઞાનીને અભિપ્રાયમાં માત્ર મુક્તિ હોઈને કોઈ પણ રાગરૂપ પરિણમવાની અંશમાત્ર પણ ઈચ્છા હોતી નથી) વળી જે અબુદ્ધિપૂર્વક રાગ છે તેને પણ જીતવાને વારંવાર (જ્ઞાનાનુભવનરૂપ) સ્વશક્તિને સ્પર્શતો થયો અને એ રીતે) સમસ્ત પરવૃત્તિને - પરપરિણતીને ઉખેડતો (અર્થાત્ અપૂર્વ નિર્જરા કરતો) જ્ઞાનના પૂર્ણભાવરૂપ થતો થકો, ખરેખર સદા નિરાસવ છે.”
અર્થાત્ આવી છે જ્ઞાનીની સાધના :- પોતે માત્ર શુદ્ધાત્મામાં જ “હુંપણું કરતો અને તેની જ અનુભૂતિ કરતો, બુદ્ધિપૂર્વક અર્થાત્ પ્રયત્નપૂર્વક અર્થાત્ પૂર્ણ જાગૃતિપૂર્વક, જે પણ ઉદય આવે છે તેની સામે લડે છે અર્થાત્ ઉદયથી પરાસ્ત થયા વગર અર્થાત્ ઉદયમાં ભળ્યા વગર, પોતે શુદ્ધાત્મામાં જ વારંવાર સ્થિરતાનો પ્રયત્ન કરે છે અને જો તેવી સ્થિરતા અંતરમુહૂર્તથી અધિક થઈ જાય, તો જ્ઞાની સર્વ ઘાતકર્મોનો નાશ કરી કેવળી થઈ જાય છે અને પછી કાળે કરી મુક્ત થઈ જાય છે; આવો છે મોક્ષમાર્ગ.
શ્લોક ૧૨૦:- “ઉદ્ધત જ્ઞાન (અર્થાત્ જ્ઞાનમાત્ર) જેનું લક્ષણ છે એવા શુદ્ધ નયમાં રહીને અર્થાત્ શુદ્ધ નયનો આશ્રય કરીને જેઓ સદાય એકાગ્રપણાનો જ અભ્યાસ કરે છે (અર્થાત્ શુદ્ધાત્મામાં જ હુંપણું કરી, તેનો જ અનુભવ કરી, તેમાં જ સ્થિરતાનો અભ્યાસ કરે છે) તેઓ, નિરંતર રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તતા થકા (અર્થાત્ શુદ્ધાત્મામાં રાગાદિનો કણિયો પણ નથી અને તેમાં જ હુંપણું કરતા થકા), બંધરહિત એવા સમયસારને (અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને) દેખે છે – અનુભવે છે.”
શ્લોક ૧૨૨ :- “અહીં આ જ તાત્પર્ય છે કે (અર્થાત્ આ અધિકારનો આ જ ઉદ્દેશ છે કે, શુદ્ધ નય ત્યાગવા યોગ્ય નથી (અર્થાત્ માત્ર શુદ્ધ નયમાં જ રહેવા જેવું છે કારણ કે તેમાં આસ્રવ થતો નથી); કારણ કે તેના અત્યાગથી (કર્મનો) બંધ થતો નથી અને તેના ત્યાગથી બંધ જ થાય છે.”
શ્લોક ૧૨૩ :- “ધીર (ચળાચળતારહિત) અને ઉદાર (સર્વથા પરદ્રવ્યનો જેમાં ત્યાગ છે એવો શુદ્ધાત્મા પરમ ઉદાર છે તેથી) ) જેનો મહિમા છે એવા અનાદિનિધન જ્ઞાનમાં (અર્થાત્ ત્રિકાળી શુદ્ધ જ્ઞાન
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૯૦
સમ્યગ્દર્શનની રીત
કે જે પરમ પારિણામિક ભાવરૂપ જ્ઞાન સામાન્ય માત્ર છે તેમાં) સ્થિરતા બાંધતો (અર્થાત્ તેમાં જ “હુંપણું કરતો અને તેનું જ અનુભવન કરતો) શુદ્ધનય - કે જે કર્મોને મૂળથી નાશ કરનારો છે તે – પવિત્રધર્મી (સમ્યગ્દષ્ટિ) પુરુષોએ કદી પણ છોડવા યોગ્ય નથી (અર્થાત્ નિરંતર ગ્રહવા યોગ્ય છે અર્થાત્ તેમાં જ સ્થિરતા કરવા જેવી છે, તેનું જ ધ્યાન કરવા યોગ્ય છે). શુદ્ધ નયમાં સ્થિત તે પુરુષોએ (અર્થાત્ સ્વાત્માનુભૂતિમાં સ્થિત પુરુષોએ), બહાર નીકળતા એવાં પોતાનાં જ્ઞાનકિરણોના સમૂહને (અર્થાત્ કર્મના નિમિત્તે પરમાં જતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને) અલ્પકાળમાં સમેટીને, પૂર્ણ, જ્ઞાનઘનના પંજરૂપ (માત્ર જ્ઞાનઘનરૂ૫), એક, અચળ, શાંત તેજને - તેજ:પુંજને દેખે છે અર્થાત્ અનુભવે છે.”
(૫) સંવર અધિકાર :- આ અધિકારમાં આચાર્ય ભગવંત જણાવે છે કે જે સમ્યગ્દર્શન છે અર્થાત્ જે શુદ્ધાત્માની અનુભૂતિ છે અને તેમાં જ સ્થિરતા છે, તે જ સાક્ષાત્ સંવર છે. તે કારણે આ અધિકારમાં પણ આચાર્ય ભગવંત આત્માના ઔદેયિક ભાવોથી ભેદજ્ઞાન કરાવી જીવોને પરમ પારિણામિક ભાવરૂપ આત્માના સહજ પરિણમનરૂપ શુદ્ધાત્મામાં જ સ્થાપે છે અને કહે છે કે તે શુદ્ધાત્માનું વેદન, અનુભવન અને સ્થિરતા જ નિશ્ચયથી સંવરનું કારણ છે; તેથી અજ્ઞાનીને કાર્યકારી સંવર નથી, જ્યારે જ્ઞાનીને તે સહજ જ હોય છે. જેમ કે –
શ્લોક ૧૨૯ :- “આ સાક્ષાત્ (સર્વ પ્રકારે) સંવર ખરેખર શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિથી (અર્થાત્ સમ્યગ્દર્શનથી) થાય છે; અને તે શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિ ભેદવિજ્ઞાનથી જ થાય છે. માટે તે ભેદવિજ્ઞાન અત્યંત ભાવવા યોગ્ય છે.” અર્થાત્ એકમાત્ર ભેદવિજ્ઞાનનો જ પુરુષાર્થ કાર્યકારી છે.
શ્લોક ૧૩૦:- “આ ભેદવિજ્ઞાન અવિચ્છિનધારાથી (અર્થાત્ જેમાં વિચ્છેદ-વિક્ષેપ ન પડે એવા અખંડ પ્રવાહરૂપે) ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી પરભાવોથી છૂટી જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી જાય.” અર્થાત્ કેવળી બનતા સુધી આ જ ભેદજ્ઞાનનો અભ્યાસ નિરંતર કરવા યોગ્ય છે.
શ્લોક ૧૩૧ :- “જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; જે જોઈ બંધાયા છે તે તેના ભેદવિજ્ઞાનના) જ અભાવથી બંધાયા છે.”
અર્થાત્ ભેદવિજ્ઞાન જૈન સિદ્ધાંતનો સાર છે અને તેને માટે જ આ “સમયસાર”નામનું પૂર્ણ શાસ્ત્ર રચાયું છે; તેથી “સમયસાર”માં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવા આત્માને સમ્યગ્દર્શનના વિષયરૂપ શુદ્ધાત્મા રૂપે જ ગ્રહણ કરેલ છે અને અન્ય ભાવોથી ભેદજ્ઞાન કરાવેલ છે.
(૬) નિર્જરા અધિકાર :- આ અધિકારમાં આચાર્ય ભગવંત જણાવે છે કે જે સમ્યગ્દર્શન છે અર્થાત્ જે શુદ્ધાત્માની અનુભૂતિ અને તેમાં સ્થિરતા છે તે જ સાક્ષાત્ નિર્જરા છે, અન્યથા નહિ. તે કારણે આ અધિકારમાં સાક્ષાત્ નિર્જરા અર્થે પણ બીજા સર્વે ભાવોથી ભેદજ્ઞાન જ કરાવેલ છે કારણ કે એકમાત્ર
Page #196
--------------------------------------------------------------------------
________________
સમયસારના અધિકારોનું વિહંગાવલોકન
શુદ્ધાત્માનું શરણ લેતાં જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને તે સમ્યગ્દષ્ટિને જ સાક્ષાત્ નિર્જરા હોય છે, અન્યથા નહિ. જેમ કે –
૧૯૧
ગાથા ૧૯૫ :- ‘‘જેમ વૈદ્યપુરુષ વિષને ભોગવતો અર્થાત્ ખાતો છતાં મરણ પામતો નથી (કારણ કે તેને તેની માત્રા, પથ્ય-અપથ્ય વગેરેનું જ્ઞાન હોવાથી મરણ પામતો નથી), તેમ જ્ઞાની પુદ્ગલકર્મના ઉદયને ભોગવે છે તો પણ બંધાતો નથી.’’કારણ કે જ્ઞાની વિવેકી હોવાથી તે કર્મોના ઉદયને ભોગવતો છતો તે રૂપ થતો નથી અર્થાત્ પોતાને તે રૂપ માનતો નથી, પરંતુ પોતાનું ‘હુંપણું’ એકમાત્ર શુદ્ધ ભાવમાં હોવાથી અને તે ઉદયને ચારિત્રની નબળાઈના કારણે ભોગવતો હોવાથી, તેને બંધ નથી. અર્થાત્ તેના અભિપ્રાયમાં ભોગ પ્રત્યે જરા પણ આદરભાવ નથી જ કારણ તેનો પૂર્ણ આદરભાવ એકમાત્ર સ્વતત્ત્વરૂપ ‘શુદ્ધાત્મા’માં જ હોય છે અને તે અપેક્ષાએ તેને બંધ નથી, પરંતુ ભોગમાં પણ અર્થાત્ ભોગ ભોગવતા પણ નિર્જરા છે, એમ કહેવાય
છે.
ગાથા ૨૦૫ : ગાથાર્થ :- “જ્ઞાનગુણથી રહિત (અર્થાત્ વિવેકરૂપ જ્ઞાનથી રહિત) ઘણાંય લોકો (ઘણાં પ્રકારના કર્મ કરવા છતાં) આ જ્ઞાનસ્વરૂપ પદને પામતા નથી (અર્થાત્ સમ્યગ્દર્શન પામતા નથી); માટે હે ભવ્ય ! જો તું કર્મથી સર્વથા મુક્ત થવા ઇચ્છતો હો (અર્થાત્ અપૂર્વ નિર્જરા કરવા ઇચ્છતો હો) તો નિયત એવા આને (જ્ઞાનને) (અર્થાત્ પરમ પારિણામિક ભાવરૂપ અર્થાત્ આત્માના સહજ પરિણમનને કે જે સામાન્ય જ્ઞાનરૂપ છે કે જેને જ્ઞાયક અથવા શુદ્ધાત્મા પણ કહેવાય છે, તેને) ગ્રહણ કર (અર્થાત્ તેમાં જ ‘હુંપણું’ કરી, તેનો જ અનુભવ કરી, સમ્યગ્દર્શન પ્રગટ કર).’’
ગાથા ૨૦૬ : ગાથાર્થ :- ‘(હે ભવ્ય પ્રાણી !) તું આમાં નિત્ય રત અર્થાત્ પ્રીતિવાળો થા, આમાં નિત્ય સંતુષ્ટ થા, અને આનાથી તૃપ્ત થા; (આમ કરવાથી) તને ઉત્તમ (ઉત્કૃષ્ટ) સુખ થશે.’’ અર્થાત્ ‘શુદ્ધાત્મા’ના આશ્રયે જ મોક્ષમાર્ગ અને મોક્ષ મળશે કે જે અવ્યાબાધ સુખરૂપ છે.
શ્લોક ૧૬૨ :– ‘‘એ પ્રમાણે નવીન બંધને રોકતો અને (પોતે) પોતાનાં આઠ અંગો સહિત હોવાના કારણે (અર્થાત્ સમ્યગ્દષ્ટિ પોતે સમ્યગ્દર્શનનાં આઠ અંગો સહિત હોય છે તે કારણે) નિર્જરા પ્રગટવાથી પૂર્વબદ્ધ કર્મોને નાશ કરી નાખતો સમ્યગ્દષ્ટિ જીવ પોતે અતિ રસથી (અર્થાત્ નિજ રસમાં મસ્ત થયો થકો) આદિ-મધ્ય-અંતરહિત જ્ઞાનરૂપ થઈને (અર્થાત્ અનુભૂતિમાં માત્ર જ્ઞાનસામાન્ય જ છે, અન્ય કાંઈ નહિ હોવાથી કહ્યું કે આદિ-મધ્ય-અંતરહિત જ્ઞાનરૂપ થઈને) આકાશના વિસ્તારરૂપી રંગભૂમિમાં અવગાહન કરીને (અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવને માટે તે જ્ઞાનરૂપ લોક જ તેનો સર્વ લોક હોવાથી, તે જ રંગભૂમિમાં રહીને અર્થાત્ ચિદાકાશમાં અવગાહન કરીને) નૃત્ય કરે છે (અર્થાત્ અતિંદ્રિય આનંદનો આસ્વાદ માણે છે – અપૂર્વ આનંદને ભોગવે છે).’’
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૯૨
સમ્યગ્દર્શનની રીત
(૭) બંધ અધિકાર - જ્ઞાનીને એકમાત્ર સહજ પરિણમનરૂપ શુદ્ધાત્મામાં જ “હુંપણું' હોતા અને તેનો જ અનુભવ કરતાં હોવાથી અને તે ભાવમાં બંધનો સદંતર અભાવ હોવાથી, જ્ઞાનીને બંધ નથી એમ કહેવાય છે.
બીજું, જ્ઞાનીને વિવેક જાગ્રત થયો હોવાથી, વૈદ્ય જેમ ઝેર ખાવા છતાં મરતો નથી, તેમ જ્ઞાની પણ વિવેકપૂર્વક પોતાના બળની ખામીને લીધે અર્થાત્ પોતાની નબળાઈને લીધે ભોગ ભોગવતો હોવા છતાં પણ, તેને ઘણો જ અલ્પ બંધ હોવાથી તેને બંધ નથી તેમ કહેવાય છે અર્થાત્ જ્ઞાનીને રાગમાં અને બંધનાં અન્ય કારણોમાં હુંપણું નથી હોતું અને પોતે બંધરૂપ પણ સ્વેચ્છાએ પરિણમતો નથી તેથી, તે બંને અપેક્ષાએ, તેને બંધ નથી એમ કહેવાય છે.
ત્રીજું, ભેદજ્ઞાન કરાવવા અને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવા એકમાત્ર શુદ્ધાત્માનું જ શરણ લેવાનું હોવાથી કે જે સમ્યગ્દર્શનના વિષયરૂપ શુદ્ધાત્મામાં બંધનો સદંતર અભાવ જ છે, તે જ આ અધિકારનો સાર છે.
ગાથા ૨૭૮-૨૭૯ : ગાથાર્થ :- “જેમ સ્ફટિક મણિ શુદ્ધ હોવાથી (અર્થાત્ જ્ઞાની જેમાં હુંપણું કરે છે તે શુદ્ધાત્મા પોતે શુદ્ધ હોવાથી) રાગાદિરૂપે રતાશ આદિરૂપે) પોતાની મેળે પરિણમતો નથી (અર્થાત્ જ્ઞાની સ્વેચ્છાએ રાગરૂપ પરિણમતો નથી અર્થાત્ ઈચ્છાપૂર્વક રાગ કરતો નથી, પરંતુ અન્ય રક્ત આદિ દ્રવ્યો વડે તે રક્ત (-રાતો) આદિ કરાય છે, તેમ જ્ઞાની અર્થાત્ (શુદ્ધાત્મામાં જ હુંપણું કરતો) આત્મા શુદ્ધ હોવાથી (અર્થાત્ શુદ્ધાત્મા પોતે શુદ્ધ હોવાથી) રાગાદિપે પોતાની મેળે પરિણમતો નથી, પરંતુ અન્ય રાગાદિ દોષો વડે (અર્થાત્ તેને યોગ્ય એવા કર્મના ઉદયના નિમિત્તે કારણે) તે રાગી આદિ કરાય છે (અર્થાત્ તે પોતાની નબળાઈને કારણે રાગદ્વેષી થાય છે અર્થાત્ રાગદ્વેષ રૂપે પરિણમે છે).”
શ્લોક ૧૭૫ :- “સૂર્યકાંત મણિની માફ્ટ (અર્થાત્ સૂર્યકાંત મણિ જેમ પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે, તેમ) આત્મા પોતાને રાગાદિકનું નિમિત્ત કદી પણ થતો નથી (અર્થાત્ શુદ્ધાત્મા પોતે શુદ્ધ હોવાથી, રાગાદિપે પોતાની મેળે કદી પરિણમતો નથી), તેમાં નિમિત્ત પરસંગ જ (પરદ્રવ્યનો સંગ જ) છે. - આવો વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે (સદાય વસ્તુનો આવો જ સ્વભાવ છે, કોઈએ કરેલો નથી).”
અર્થાત્ આપણે પૂર્વે જે “નિમિત્ત-ઉપાદાન''ની ચર્ચામાં જોયું કે વિવેકી મુમુક્ષ નબળા નિમિત્તોને તજે છે અર્થાત્ તેનાથી દૂર જ રહે છે. કારણ કે તે જાણે છે કે વસ્તુનો આવો જ સ્વભાવ છે કે ખરાબ નિમિત્તથી તેનું પતન થઈ શકે છે; આવો છે અનેકાંતવાદ જૈન સિદ્ધાંતનો. અર્થાત્ કોઈ નિમિત્તને એકાંતે અકર્તા માને અને તેમ જ પ્રરૂપણા કરે તો તે જિનમત બાહ્ય જ છે અર્થાત્ તે પોતાના અને અન્ય અનેકોના પતનનું કારણ છે, તે જ વાત આ શ્લોકમાં પણ જણાવેલ છે કે, શુદ્ધાત્મા પોતે શુદ્ધ હોવાથી, રાગાદિરૂપે પોતાની મેળે કદી પરિણમતો નથી, પરંતુ તેમાં નિમિત્ત પરસંગ જ છે આવી વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે
Page #198
--------------------------------------------------------------------------
________________
સમયસારના અધિકારોનું વિહંગાવલોકન
૧૯૩
અર્થાત્ સદાય વસ્તુનો આવો જ સ્વભાવ છે, કોઈએ કરેલો નથી અર્થાત્ નિમિત્ત પોતે ઉપાદાન રૂપે પરિણમતું ન હોવા છતાં પણ તે અમુક સંજોગોમાં ઉપાદાનને અસરકર્તા છે અને તેને જ વસ્તુસ્વભાવ કહ્યો છે; તેથી જ જૈન સિદ્ધાંતને વિવેકે કરી ગ્રહણ કરાય છે અને અપેક્ષાએ સમજાય છે, નહિ કે એકાંતે કે જે મહાન અનર્થનું કારણ છે.
(૮) મોક્ષ અધિકાર :- પરમ પરિણામિક ભાવરૂપ અર્થાત્ સહજ પરિણમનયુક્ત શુદ્ધાત્મામાં હુંપણું કરતાં જ સ્વાત્માનુભૂતિપૂર્વક સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને પછી તેમાં જ નિરંતર સ્થિરતા કરતાં, આત્મા ક્ષપકશ્રેણી માંડીને સર્વ ઘાતકર્મોનો નાશ કરી કેવળજ્ઞાન - કેવળદર્શન પ્રાપ્ત કરે છે અને પછી આયુક્ષયે મોક્ષ પામે છે; તે જ મોક્ષનો માર્ગ છે અને તેથી સર્વે જીવોને શુદ્ધાત્મા જ સેવવા યોગ્ય છે, આ જ મોક્ષ અધિકારનો સાર છે.
ગાથા ર૯૪ : ગાથાર્થ :- “જીવ તથા બંધ નિયત સ્વલક્ષણોથી (પોતપોતાનાં નિશ્ચિત લક્ષણોથી) છેદાય છે (અર્થાત્ જીવનું લક્ષણ જ્ઞાન છે અને બંધનું લક્ષણ પુદ્ગલરૂપ કર્મ-નોકર્મ અને તેના નિમિત્તે થતાં જીવના ભાવોપ છે); પ્રજ્ઞારૂપી છીણી વડે (અર્થાત્ તીવ્ર બુદ્ધિ અથવા ભગવતી પ્રજ્ઞા વડે, તે બંને વચ્ચે ભેદશાને કરી) છેદવામાં આવતા (ભેદજ્ઞાન કરતાં) તેઓ નાનાપણાને પામે છે અર્થાત્ જુદા પડી જાય છે (અર્થાત્ જુદા અનુભવાય છે).” અર્થાત્ દ્રવ્યદૃષ્ટિમાં માત્ર ‘શુદ્ધાત્મા'રૂપ જીવ જ ગ્રહણ થાય છે અને તેમાં જ હુંપણું થતાં = કરતાં સ્વાત્માનુભૂતિ સહિત સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અર્થાત્ બને ભાવોમાં પ્રગટ ભેદજ્ઞાન થઈ જાય છે.
ગાથા ર૯૪ : ટીકા :- “.... આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે, કારણ કે તે સમસ્ત શેષ દ્રવ્યોથી અસાધારણ છે (અર્થાત્ અન્યદ્રવ્યોમાં તે નથી). તે (ચૈતન્ય) પ્રવર્તતું થયું (પરિણમતું થયું) જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે (એટલે કે જે જે પર્યાયરૂપે પરિણમે છે) અને નિવર્તતું થયું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે તે તે સમસ્ત સહવર્તી કે ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કરવું.... (અત્રે સમજવું કે આત્મદ્રવ્ય અભેદ જ છે અને તે અભેદરૂપે જ પરિણમે છે એટલે જ કહ્યું છે કે સમસ્ત સહવર્તી કે ક્રમવર્તી પર્યાયો આત્મા છે. જે સર્વ પ્રથમ દ્રવ્ય-ગુણ-પર્યાયની સમજણમાં જણાવેલ તે જ ભાવ અત્રે પણ દઢ જ થાય છે).”
ગાથા ૨૯૭ : ગાથાર્થ :- “પ્રજ્ઞા વડે (અર્થાત્ જ્ઞાન વડે આત્માને) એમ ગ્રહણ કરવો કે, જે ચેતનારો છે તે નિશ્ચયથી હું છું (અર્થાત્ જે જાણવા-જેવાવાળો છે, તે જ નિશ્ચયથી હું છું. કારણ કે જ્ઞાન તે આત્માનું લક્ષણ હોઈને આત્મા માત્ર જ્ઞાનથી જ ગ્રાહ્ય છે. પરંતુ જે સામાન્ય જ્ઞાન છે, તે કેવળીની જેમ છદ્મસ્થના જ્ઞાનનો વિષય થતું નથી, તે માત્ર અનુભૂતિનો વિષય છે તેથી તે અનુભવમાં આવે છે. પરંતુ કેવળી જેમ જાણે છે તેમ છદ્મસ્થને જાણવામાં આવતું ન હોવાથી, સામાન્ય જ્ઞાનને તેના લક્ષણથી અર્થાત્ પદાર્થના જ્ઞાનથી અર્થાત્ પરના જ્ઞાનથી ગ્રહણ કરી શકાય છે. તેથી અપેક્ષાએ કહેવાય કે “પરનું જાણવું તે
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯૪
સમ્યગ્દર્શનની રીત
જ્ઞાયકમાં જવાની સીડી છે અર્થાત્ જે તળ ઉપર પરપદાર્થ જણાય છે તે તળ જ સામાન્યજ્ઞાન છે અર્થાત્ જે શેયાકાર છે તે જ્ઞાનનો બનેલ હોવાથી ખરેખર તે જ્ઞાનાકાર જ છે અને તેમાં આકારને ગૌણ કરતાં જ, ત્યાં જ્ઞાનમાત્ર અર્થાત્ સામાન્ય જ્ઞાનરૂપ જ્ઞાયક જ છે કે જે પરમ પરિણામિક ભાવરૂપ અર્થાત્ આત્માના જ્ઞાનગુણના સહજ પરિણમનરૂપ છે અને તેને જ શુદ્ધાત્મા અર્થાત્ જ્ઞાયક કહેવાય છે, તે પ્રાપ્ત થાય છે અને તેમાં જ “હુંપણું કરતાં, સ્વાત્માનુભૂતિપૂર્વક સમ્યગ્દર્શન પ્રગટ થાય છે; આ જ રીત છે સમ્યગ્દર્શનની) બાકીના જે ભાવો છે (અર્થાત્ જે શેયાકારો છે અર્થાત્ જે રાગદ્વેષ વગેરે વિભાવભાવો છે) તે મારાથી પર છે (અર્થાત્ તેનાથી ભેદજ્ઞાન કરવું, કઈ રીતે કરવું? ઉત્તર :- તે રાગદ્વેષ વગેરે વિભાવભાવોને અત્યંત ગૌણ કરવાથી તે દષ્ટિમાં જ આવતા નથી, આ જ ભેદજ્ઞાનની રીત છે) એમ જાણવું.” આ જ ભાવ આગળ દઢ કરે છે –
ગાથા ૨૯૮-૨૯૯ : ગાથાર્થ :- “પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે, જે દેખનારો (જેવાવાળો) છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું અને પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે, જે જાણનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું.” પૂર્વે જે સમજાવ્યું છે, તેનું જ અત્રે - આ ગાથાઓમાં પ્રતિપાદન કરેલ છે.
ગાથા ૩૦૬-૩૦૭: ગાથાર્થ :- “પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ, નિંદા, ગહ અને શુદ્ધિ – એ આઠ પ્રકારનો વિષકુંભ છે (અર્થાત્ જે પૂર્વે જણાવ્યું તેમ સમયસારશાસ્ત્ર ભેદજ્ઞાન કરાવવા માટેનું હોઈને અર્થાત્ આ શાસ્ત્રમાં એકમાત્ર શુદ્ધાત્માનું જ લક્ષ કરાવવાનો ઉદ્દેશ હોવાથી અને તેમાં જ હુંપણું કરાવી, સ્વાત્માનુભૂતિપૂર્વક સમ્યગ્દષ્ટિ બનાવવાનો ઉદ્દેશ હોવાથી અને તે સમ્યગ્દર્શનનો વિષય તથા સમ્યગ્દર્શન થયા બાદ ધ્યાનનો વિષય પણ શુદ્ધાત્મા જ છે કે જેનું સ્વરૂપ સર્વ વિકલ્પરહિત એવું નિર્વિકલ્પ છે, તેથી અત્રે જણાવેલ સર્વે વિકલ્પયુક્ત ભાવોને વિકલ્પ અપેક્ષાએ વિષકુંભ કહ્યા છે. કારણ કે જો જીવ અત્રે જણાવેલ સર્વે વિકલ્પયુક્ત ભાવોમાં જ રહે અને ધર્મ થયો માને તો, તે તેના માટે વિષકુંભ સમાન છે, કારણ તે પોતાને આ બધા કાર્યો કરીને કૃતકૃત્ય માને છે અને શુદ્ધાત્માનું લક્ષ પણ ન કરે, તો આ તમામ ભાવો તેને વિષકુંભ સમાન છે અર્થાત અત્રે જણાવેલ સર્વ અપેક્ષાએ અને નિર્વિકલ્પ આત્મસ્વરૂપમાં જ સ્થિરતા કરાવવા અર્થે અને તેને જ પરમધર્મ સ્થાપિત કરવા અર્થે આ સર્વે ભાવોને વિષકુંભ કહ્યા છે; કોઈએ તેને અન્યથા અર્થાત્ એકાંતે ગ્રહણ ન કરવું). અપ્રતિક્રમણ, અપ્રતિસરણ, અપરિહાર, અધારણા, અનિવૃત્તિ, અનિંદા, અગહ અને અશુદ્ધિ એ અમૃતકુંભ છે (અર્થાત્ ઉપરના સર્વે ભાવોના આગળ અત્રે એ લગાડીને સર્વ વિકલ્પાત્મક ભાવોનો નિષેધ કરેલ છે અર્થાત્ નિશ્ચયનય નિષેધરૂપ હોવાથી અને શુદ્ધાત્મા વિકલ્પરહિત અર્થાત્ નિર્વિકલ્પ ભાવરૂપ હોવાથી કે જે સમ્યગ્દર્શનનો વિષય છે અને પછીથી ધ્યાનનો પણ વિષય છે અર્થાત્ સ્થિરતા કરવાનો વિષય છે તેમાં જ રહેવું, તે અમૃતકુંભ સમાન છે અર્થાત્ મુક્તિનું કારણ છે માટે તે અમૃતકુંભ છે તેમ જણાવેલ છે).”
Page #200
--------------------------------------------------------------------------
________________
સમયસારના અધિકારોનું વિહંગાવલોકન
૧૯૫
અત્રે કોઈએ છળ ગ્રહણ ન કરવો અર્થાત્ વિપરીત સમજણ ગ્રહણ ન કરવી. જે અપેક્ષાએ ઉપર્યુક્ત ભાવોને વિષકુંભ કહ્યા છે તે સમજ્યા વગર એકાંતે તેને વિષરૂપ સમજીને તેને છોડી ન દેવા અને સ્વચ્છેદે રાગદ્વેષરૂપ ન પરિણમવું, કારણ કે એ તો અભવ્ય અથવા દૂરભવ્યપણાની જ નિશાની છે અર્થાત્ તેવા આત્માને અનંત સંસાર સમજવો.
જેમ કે, સમાધિતંત્ર ગાથા ૮૬માં જણાવેલ છે કે, “હિંસાદિક પાંચ અવ્રતોમાં અનુરક્ત માણસે અહિંસાદિક વ્રતોનું ગ્રહણ કરીને અવ્રતાવસ્થામાં થતાં વિકલ્પોનો નાશ કરવો તથા અહિંસાદિક વ્રતોના ધારકે જ્ઞાનસ્વભાવમાં લીન થઈ વ્રતાવસ્થામાં થતાં વિકલ્પોનો નાશ કરવો અને પછી અહત અવસ્થામાં કેવળજ્ઞાનથી યુક્ત થઈ સ્વયં જ પરમાત્મા થવું - સિદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરવું.” અર્થાત્ અશુભ ભાવ તો નહિ જ અને શુદ્ધ ભાવના ભોગે શુભ ભાવ પણ નહિ જ, જિન સિદ્ધાંતનું દરેક કથન સાપેક્ષ જ હોય છે અને જે તેને કોઈ નિરપેક્ષ સમજે-માન-ગ્રહણ કરે, તો તે તેના અનંત સંસારનું કારણ થાય છે તેથી તેવું કરવા યોગ્ય નથી નથી નથી જ.
(૯) સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર - આ અધિકાર “સમયસાર શાસ્ત્રનું હાર્દ છે અર્થાત્ આ શાસ્ત્રનો ઉદ્દેશ છે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવું અને પછી સિદ્ધત્વ અપાવવું. અર્થાત્ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવા માટે ભેદજ્ઞાન કરાવવા, જે સમ્યગ્દર્શનનો વિષય છે અર્થાત્ જે શુદ્ધાત્મા છે તેમાં કોઈ વિભાવભાવ ન હોવાથી અર્થાત્ તેમાં સર્વે વિભાવભાવનો અભાવ હોવાથી, તે સર્વવિશુદ્ધ છે અર્થાત્ તે અનાદિઅનંત વિશુદ્ધ ભાવ છે કે જે પરમ પારિણામિક ભાવરૂપ, આત્માના સહજ પરિણમનરૂપ, ગુણોના સહજ પરિણમનરૂપ, જ્ઞાનમાત્ર, સામાન્ય જ્ઞાનરૂપ, સામાન્ય ચેતનારૂપ, સહજ ચેતનારૂપ, કારણશુદ્ધપર્યાયરૂપ, કારણસમયસારરૂપ, ચૈતન્ય અનુવિધાયી પરિણામરૂપ, કારણપરમાત્મારૂપ વગેરે અનેક નામોથી ઓળખાય છે એમ આ અધિકારમાં જણાવેલ છે.
તેવા સર્વ વિશુદ્ધ (અર્થાત્ ત્રિકાળ વિશુદ્ધ) ભાવમાં જીવને હુંપણું' અર્થાત્ “સ્વપણું કરાવી સ્વાત્માનુભૂતિ કરાવી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવું અને તે જ ભાવમાં વારંવાર સ્થિરતા કરતા તે જીવ ઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન - કેવળદર્શન પ્રાપ્ત કરે અને પછી આયુક્ષયે મોક્ષ પામે અર્થાત્ સિદ્ધ થાય અર્થાત્ સર્વ-અર્થ-સિદ્ધ કરે એવું સિદ્ધત્વ અપાવવું તે જ આ શાસ્ત્રનો ઉદ્દેશ છે અને તેથી તે એકમાત્ર શુદ્ધાત્માને જ આ શાસ્ત્રમાં આત્મા કહ્યો છે અને તે જ ભાવનું પ્રતિપાદન પૂર્ણ શાસ્ત્રમાં કરેલ છે; તે ભાવ એટલે જ સર્વ વિશુદ્ધ જ્ઞાન અર્થાત્ સમયસારનો સાર.
શ્લોક ૧૭:- “સમસ્ત કર્તા-ભોક્તા આદિ ભાવોને સમ્યક પ્રકારે નાશ પમાડીને (અર્થાત્ શુદ્ધ દ્રવ્યાર્થિક નયે કરી ગૌણ કરીને અર્થાત્ આત્માને દ્રવ્યદૃષ્ટિથી ગ્રહણ કરીને) પદે પદે (અર્થાત્ જીવના દરેક પર્યાયમાં કારણ કે જે દ્રવ્ય છે તેનો વર્તમાન ભાવ અર્થાત્ અવસ્થા જ પર્યાય કહેવાય છે અને તે પર્યાયને
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૬
સમ્યગ્દર્શનની રીત
દ્રવ્યદષ્ટિથી જોતાં – ગ્રહણ કરતાં જ તેમાં રહેલ વિભાવભાવરૂપ અશુદ્ધિ દષ્ટિમાં આવતી જ ન હોવાથી સમ્યક પ્રકારે નાશ પામે છે અર્થાત્ અત્યંત ગૌણ થઈ જાય છે અને તેમાં છુપાયેલ આત્મજ્યોતિ અર્થાત્ શુદ્ધાત્મા અનુભવમાં આવે છે, તેવો ભાવ) બંધ-મોક્ષની રચનાથી દૂર વર્તતો (અર્થાત્ ત્રિકાળ શુદ્ધ રૂપભાવ - સામાન્ય ભાવ) શુદ્ધ શુદ્ધ (અર્થાત્ જે રાગાદિક મળ તેમ જ આવરણ - બંનેથી રહિત છે એવો), જેનું પવિત્ર અચળ તેજ નિજ રસના (જ્ઞાનરસના, જ્ઞાનચેતનારૂપી રસના) ફેલાવથી ભરપૂર છે એવો અને જેનો મહિમા ટંકોત્કીર્ણ (અર્થાત્ એવોને એવો જ ઊપજતો હોવાથી) પ્રગટ છે એવો આ જ્ઞાનકુંજ આત્મા પ્રગટ થાય છે (અર્થાત્ અનુભવમાં આવે છે).”
ગાથા ૩૦૮ : ગાથાર્થ :- “જે દ્રવ્ય જે ગુણોથી ઊપજે છે તે ગુણોથી તેને અનન્ય જાણ; જેમ જગતમાં કડાં આદિ પર્યાયોથી સુવર્ણ અનન્ય છે તેમ.”
અર્થાત્ જે પર્યાય છે તે દ્રવ્યનો જ બનેલ છે અર્થાત્ પર્યાયરૂપ વિશેષ ભાવને ગૌણ કરતાં જ સાક્ષાત્ દ્રવ્ય હાજર જ છે તેથી જ પર્યાયદષ્ટિમાં જે પર્યાય છે તે જ દ્રવ્યદષ્ટિએ માત્ર દ્રવ્ય જ છે, ત્યાં પર્યાય અત્યંત ગૌણરૂપે હોવાથી જણાતો જ નથી; આ જ રીત છે શુદ્ધ દ્રવ્યની પ્રાપ્તિની.
ગાથા ૩૦૯ : ગાથાર્થ :- “જીવ અને અજીવનાં જે પરિણામો સૂત્રમાં દર્શાવ્યાં છે, તે પરિણામોથી તે જીવ અથવા અજીવને અનન્ય જાણ.” આ જ કારણ છે કે દષ્ટિનો (સમ્યગ્દર્શનનો) વિષય કે જે પર્યાયથી રહિત દ્રવ્ય કહેવાય છે તેને પ્રાપ્ત કરવાની વિધિ ગાથા ૨૯૪માં પ્રજ્ઞારૂપ છીણી = ભગવતી પ્રજ્ઞા = જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ = તત્ત્વના નિર્ણય સહિતની બુદ્ધિ કહી. તેથી કરીને વિભાવરૂપ ભાવને ગૌણ કરતાં જ શુદ્ધ નયરૂપ = સમયસારરૂપ આત્મા પ્રાપ્ત થાય છે.
ગાથા ૩૧૮ : ગાથાર્થ :- “નિર્વેદપ્રાપ્ત (વૈરાગ્યને પામેલા) જ્ઞાની મીઠા-કડવા (સુખદુઃખરૂપ) બહુવિધ કર્મફળને જાણે છે. તેથી તે અવેદક છે.” અર્થાત્ તેને કર્મ-નોકર્મ અને તેના આશ્રયથી થવાવાળા ભાવોમાં “હુંપણું નહિ હોવાથી અર્થાત્ તે ભાવોથી પોતાને ભિન્ન અનુભવતો હોવાથી તે વિશેષ ભાવોને અર્થાત્ સુખદુ:ખને જાણે છે છતાં અવેદક છે.
શ્લોક ૨૦૫:- “આ અહંત મતના અનુયાયીઓ અર્થાત્ જૈનો પણ આત્માને, સાંખ્યમતીઓની જેમ, (સર્વથા) અકર્તા ન માનો; ભેદજ્ઞાન થયાં પહેલાં તેને (અર્થાત્ મિથ્યાદષ્ટિને) નિરન્તર કર્તા માનો, અને ભેદશાન થયા પછી (અર્થાત્ સમ્યગ્દષ્ટિને) ઉદ્ધત જ્ઞાનધામમાં નિશ્ચિત એવા (અર્થાત્ માત્ર સામાન્ય જ્ઞાનમાં સ્થિત એવા) આ સ્વયં પ્રત્યક્ષ આત્માને કર્તાપણા વિનાનો, અચળ, એક પરમ જ્ઞાતા જ દેખો.” અર્થાત્ જ્ઞાન સામાન્યરૂપ શુદ્ધાત્મા માત્ર જ્ઞાતા જ છે, તે સામાન્ય ભાવ પરમ અકર્તા છે, પરંતુ જેને તે ભાવનો અનુભવ નથી એવો અજ્ઞાની જે પોતાને અકર્તા માને તો તે એકાંત પાખંડમતરૂપ સાંખ્યમતી જેવો
Page #202
--------------------------------------------------------------------------
________________
સમયસારના અધિકારોનું વિહંગાવલોકન
૧૯૭
થાય છે કે જે તેને અનંત સંસારનું કારણ થાય છે.
ગાથા ૩૫૬ : ગાથાર્થ :- “જેમ ખડી પરની નથી, ખડી તે તો ખડી જ છે, તેમ જ્ઞાયક (જાણનારો, આત્મા) પરનો નથી (જ્ઞાયક એટલે જાણનાર હોવા છતાં સ્વ-પરને જાણવાનો સ્વભાવ હોવા છતાં તે પરરૂપે પરિણમીને જાણતો નહિ હોવાથી તે પરનો નથી. પરંતુ સ્વ-પરને જાણવું તે તો ‘સ્વ'નું જ પરિણમન છે), જ્ઞાયક (સ્વ-પર જે જાણનાર) તે તો જ્ઞાયક જ છે. (પ્રતિબિંબને ગૌણ કરતાં માત્ર પરમ પારિણામિક ભાવરૂપ જ્ઞાયક જ છે.)”
શ્લોક ૨૧૫ :- “જેણે શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં બુદ્ધિને સ્થાપી – લગાડી છે અને જે તત્ત્વને અનુભવે છે (અર્થાત્ જે સમ્યગ્દષ્ટિ છે), તે પુરુષને એક દ્રવ્યની અંદર કોઈ પણ અન્ય દ્રવ્ય રહેલું બિલકુલ (કદાપિ) ભાસતું નથી. (જેમ અરીસામાં પ્રતિબિંબ હોવા છતાં જ્ઞાની અરીસામાં કોઈ અન્ય પદાર્થ કે જે પ્રતિબિંબરૂપ છે તે તેમાં ઘૂસી ગયેલ જાણતો નથી અર્થાત્ જ્ઞાની તેને અરીસાનું જ પરિણમન જાણે છે. અર્થાત્ ત્યાં પ્રતિબિંબને ગૌણ કરીને અરીસાને અરીસારૂપે જ અનુભવે છે તેમ) જ્ઞાન યને જાણે છે (અર્થાત્ જ્ઞાનનું સ્વ-પર પ્રકાશકપણું છે, “આત્મા ખરેખર પરને જાણતો નથી” એવું સ્વરૂપ નથી), તે તો આ જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે આમ છે. (અર્થાત્ જ્ઞાન સ્વભાવથી જ સ્વ-પરને જાણે છે એવું જ છે.) તો પછી લોકો (અજ્ઞાની = મિથ્યાત્વી લોકો) જ્ઞાનને અન્ય દ્રવ્ય સાથે સ્પર્શ હોવાની માન્યતાથી આકુળ બુદ્ધિવાળા થયા થકા (અર્થાત્ અજ્ઞાની = મિથ્યાત્વી જ્ઞાન પરને જાણે તો જ્ઞાનને પર સાથે સ્પર્શ થઈ ગયેલ માનીને આકુળ બુદ્ધિવાળા થયા થકા) તત્ત્વથી (શુદ્ધ સ્વરૂપથી) (અર્થાત્ સમ્યગ્દર્શનથી) શા માટે શ્રુત થાય છે?'' અર્થાત્ આવું સમ્યક સ્વરૂપ છે સ્વ-પર પ્રકાશકનું, જેને અન્યથા સમજતાં/માનતાં મિથ્યાત્વનો જ દોષ આવે છે કે જે તેને અનંત સંસારનું કારણ થાય છે.
શ્લોક રરર :- “પૂર્ણ (અર્થાત્ એક ભાગ શુદ્ધ અને બીજો ભાગ અશુદ્ધ એમ નહિ પરંતુ જે પ્રમાણના વિષયરૂપ પૂર્ણ આત્મા છે તે જ પૂર્ણ આત્મા દ્રવ્યદષ્ટિએ પૂર્ણ શુદ્ધરૂપ પ્રાપ્ત થાય છે), એક (અર્થાત્ તેમાં કોઈ ભાગ નથી અથવા ભેદ નથી એવો), અય્યત અને શુદ્ધ (અર્થાત્ દરેક સમયે એવો ને એવો શુદ્ધ ભાવે પરિણમતો, પ્રગટ થતો અર્થાત્ વિકાર રહિત) એવું જ્ઞાન જેનો મહિમા છે (અર્થાત્ જ્ઞાન તે આત્માનું લક્ષણ હોઈને, આત્મા માત્ર જ્ઞાનથી જ ગ્રાહ્ય છે અને તે જ તેનો મહિમા છે) એવો આ જ્ઞાયક આત્મા (અર્થાત્ જ્ઞાન સામાન્યરૂપ પરમ પરિણામિક ભાવ કે જે સર્વે ગુણોના અર્થાત્ દ્રવ્યના સહજ પરિણમનરૂપ શુદ્ધાત્મા છે તે - જાણવાવાળો છે) તે (અસમીપવર્ત) કે આ (સમીપવર્ત) શેય પદાર્થોથી (અર્થાત્ પર પદાર્થને જાણતાં) જરા પણ વિક્રિયા પામતો નથી, જેમ દીવો પ્રકાશ્ય પદાર્થોથી વિક્રિયા પામતો નથી તેમ (અર્થાત્ પરને જાણતાં આત્માનું જરા પણ અનર્થ થતું નથી અને બીજું જ્ઞાન સામાન્ય ભાવ પરને જાણવારૂપ ક્ષયોપશમભાવે પરિણમે છે છતાં તે પોતાનું જ્ઞાન સામાન્યપણું અર્થાત્ પરમ પરિણામિક
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૮
સમ્યગ્દર્શનની રીત
ભાવ પણું છોડતો નથી અર્થાત્ તે કોઈ વિક્રિયા પામતો નથી અર્થાત્ તે પરમ અકર્તા જ રહે છે, દર્પણના દૃષ્ટાંતની જેમ પ્રકાશ્ય પદાર્થોથી વિક્રિયા પામતો નથી), તો પછી એવી વસ્તુસ્થિતિના જ્ઞાનથી રહિત જેમની બુદ્ધિ છે એવા અજ્ઞાની જીવો (અર્થાત્ જેને આ વાત નથી બેસતી કે, જે ભાવવિશેષમાં પરને જાણે છે તે જ ભાવ સામાન્યરૂપે પરમ પારિણામિક ભાવરૂપ-સહજ પરિણમનરૂપ-શુદ્ધાત્મારૂપ-પરમ અકર્તાભાવ છે અને તે પરને જાણતાં, જરા પણ વિક્રિયા પામતો નથી; એવા જીવોને અજ્ઞાની જીવો માનવાં, એવા અજ્ઞાની જીવો) પોતાની સહજ ઉદાસીનતાને કેમ છોડે છે (અર્થાત્ તે અજ્ઞાની જીવો પોતાના પરમ પારિણામિક ભાવરૂપ-સહજ પરિણમનરૂપ-જ્ઞાન સામાન્ય ભાવનો અનુભવ કેમ કરતાં નથી ?) અને રાગદ્વેષમય કેમ થાય છે ? (એમ આચાર્યદેવે શોચ કર્યો છે અર્થાત્ કરુણા કરી છે).''
૪
અર્થાત્ વસ્તુસ્વરૂપ જેમ છે તેમ સમજીને સર્વે જનો સમ્યગ્દર્શન પામે એવો જ આચાર્યદેવનો ઉદ્દેશ છે અર્થાત્ જે કોઈ અત્રે જણાવેલ વસ્તુસ્વરૂપથી વિપરીત માન્યતા પોષતા હોય અથવા પ્રરૂપણા કરતાં હોય તો, તેઓએ ત્વરાએ પોતાની માન્યતા યથાર્થ કરી લેવી અત્યંત આવશ્યક છે કે જેથી તેઓ ભ્રમમાંથી બહાર નીકળી શકે અને પોતાનું તથા અન્ય અનેકોના અહિતનું કારણ બનતાં બચી શકે અને વર્તમાન માનવભવ સાર્થક કરી શકે.
શ્લોક ૨૩૨ :- ‘‘પૂર્વે અજ્ઞાનભાવથી કરેલાં જે કર્મ તે કર્મરૂપી વિષવૃક્ષોનાં ફળને જે પુરુષ (તેનો સ્વામી થઈને) ભોગવતો નથી અને ખરેખર પોતાથી જ (આત્મસ્વરૂપથી જ - તેના અનુભવથી જ) તૃપ્ત છે, તે પુરુષ, જે વર્તમાન કાળે રમણીય છે (અર્થાત્ અતિન્દ્રિય આનંદયુક્ત છે) અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે એવી નિષ્કર્મ-સુખમય (અર્થાત્ સિદ્ધદશારૂપ) દશાંતરને પામે છે.’’
અર્થાત્ આ અધિકારનો મર્મ એ છે કે જે શુદ્ધાત્મામાં સ્થિત છે એવો સમ્યગ્દષ્ટિ જીવ, માત્ર જાણપણામાં જ રહેતો હોવાથી અત્યારે પણ અતિન્દ્રિય આનંદમાં છે અને તેનું ભવિષ્ય પણ તે જ છે અર્થાત્ ભવિષ્યમાં સિદ્ધના અનંત સુખો તેને આવકારવા ઊભા જ છે અને તેથી તે જ સર્વેને કર્તવ્ય છે અર્થાત્ નિશ્ચયથી શુદ્ધાત્મા જ સર્વે જનોને શરણભૂત છે.
(CKD
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૯૯
૩૮ સમયસારના પરિશિષ્ટમાંથી અનેકાંતનું સ્વરૂપ
વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે અને તે જેમ છે તેમ જ સમજવું અત્યંત આવશ્યક છે, અન્યથા મિથ્યાત્વનો નાશ શક્ય જ નથી. અનેકાંતનું સ્વરૂપ “સમયસારના પરિશિષ્ટમાં જણાવેલ છે તેના ઉપર થોડોક પ્રકાશ પાડીશું.
શ્લોક ૨૪૭ (પછીની ટીકા) :- “.... વળી, જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ એક જ્ઞાન-આકારનું ગ્રહણ કરવા માટે અનેક યાકારોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે (અર્થાત્ પરમ પરિણામિક ભાવની અનુભૂતિ માટે અર્થાત્ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે જીવ ખરેખર પરને જાણતો નથી’ એમ પ્રરૂપણા કરીને જ્ઞાનમાં જે અનેક શેયોના આકાર થાય છે તેમનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે અર્થાત્ જોયોના ત્યાગમાં જ્ઞાન સામાન્ય અર્થાત્ પરમ પરિણામિક ભાવ નષ્ટ થાય છે અર્થાત્ “આત્મા ખરેખર પરને જાણતો નથી' એમ કહેતા જ્ઞાનના નાશનો પ્રસંગ આવે છે. તે જ વાત અપેક્ષા લગાવીને કહેવામાં આવે તો સમજી શકાય પણ આ વાત એકાંતે સત્ય નથી) ત્યારે પર્યાયોથી અનેકાણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી (અર્થાત્ અનેકાંત જ બળવાન છે કે જેના કારણે આત્માને સ્વ-પર પ્રકાશકપણું સ્વાભાવિક છે). ૪.....જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ જાણવામાં આવતાં એવાં પરદ્રવ્યોના પરિણમનને લીધે જ્ઞાતૃદ્રવ્યને પદ્રવ્યપણે માનીને - અંગીકાર કરીને નાશ પામે છે (અર્થાત્ આત્મા ખરેખર પરને જાણે છે પરંતુ પરને જાણવારૂપે તે જ્યારે સ્વયં પરિણમે છે ત્યારે તેને પરદ્રવ્યરૂપ માનીને – તેને પરદ્રવ્યરૂપ અંગીકાર કરી, પોતે નાશ પામે છે અર્થાત્ મિથ્યાત્વ પુષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્રભાવનું અર્થાત્ ?યોને) સ્વદ્રવ્યથી સત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે - નાશ પામવા દેતો નથી. ૫..... જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ અનિત્ય જ્ઞાનવિશેષો વડે (અર્થાત્ પરને જાણવારૂપે પરિણમીને) પોતાનું નિત્ય જ્ઞાન સામાન્ય ખંડિત થયું માનીને નાશ પામે છે, ત્યારે તે જ્ઞાનમાત્ર ભાવનું) જ્ઞાન સામાન્ય રૂપથી નિત્યપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે – નાશ પામવા દેતો નથી. (અર્થાત્ જેઓ એવું માને છે કે “આત્મા ખરેખર પરને જાણતો નથી એમ માનતાં જ સમ્યગ્દર્શન થાય છે તે ભૂલભરેલું છે. કારણ કે પરનું જાણવું અથવા જણાવું ક્યારેય સમ્યગ્દર્શન માટે બાધાકારક થતું નથી, કેમ કે તે પરના જાણવાના પરિણમનરૂપ પોતાના
Page #205
--------------------------------------------------------------------------
________________
૨૦૦
સમ્યગ્દર્શનની રીત
વિશેષ આકારોને ગૌણ કરતાં જ સમયસારરૂપ = પરમ પારિણામિક ભાવરૂપ ભાવની પ્રાપ્તિ થાય છે, સમ્યગ્દર્શન થાય છે અર્થાત્ ખરેખર તો ‘પરનું જાણવું તે સ્વમાં જવાની સીડીરૂપ છે'; કારણ કે સ્થૂળથી જ સૂક્ષ્મમાં જવાય અર્થાત્ પ્રગટથી જ અપ્રગટમાં જવાય અર્થાત્ વ્યક્તથી જ અવ્યક્તમાં જવાય એ જ નિયમ છે.). ૧૩..... (આ જ ભાવ શ્લોક ૧૪૩માં પણ દર્શાવેલ છે કે સહજ જ્ઞાનના પરિણમન વડે પરમ પારિણામિક ભાવ વડે આ જ્ઞાન માત્ર પદ = સમયસારરૂપ આત્મા કર્મથી ખરેખર વ્યાપ્ત નથી જ, કર્મથી જીતી શકાય તેવો નથી જ, માટે નિજ જ્ઞાનની કળાનાં બળથી-મતિજ્ઞાનાદિરૂપ-જ્ઞેયાકારરૂપ પરિણમનથી આ પદને = સમયસારરૂપ પદને = પરમ પારિણામિક ભાવરૂપ પદને અભ્યાસવાને જગત સતત પ્રયાસ કરો. અત્રે આત્માનું પરનું જાણવું જે છે તેને સીડી તરીકે = આલંબન તરીકે વાપરીને સમયસારરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ માટે પ્રયાસ કરવાનું = અભ્યાસવાનું કહ્યું છે.)
વળી, જ્યારે તે જ્ઞાન માત્ર ભાવ નિત્ય જ્ઞાન સામાન્યનું ગ્રહણ કરવા માટે (સમયસારરૂપ પરમ પારિણામિક ભાવના ગ્રહણ માટે = સમ્યગ્દર્શન માટે) અનિત્ય જ્ઞાનવિશેષોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે (અર્થાત્ જ્ઞાનના વિશેષોનો ત્યાગ કરતાં જ પોતે પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાન માત્ર ભાવનું) જ્ઞાનવિશેષરૂપથી અનિત્યપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. (અર્થાત્ એમ માનતાં કે ‘આત્મા ખરેખર પરને જાણતો જ નથી', તો શેયોના = અનિત્યજ્ઞાન વિશેષોના ત્યાગ વડે પોતાનો જ નાશ થાય છે અર્થાત્ પોતે ભ્રમરૂપ પરિણમે છે અર્થાત્ પોતે મિથ્યાત્વરૂપ પરિણમે છે. બીજું, જ્ઞાનવિશેષરૂપ પર્યાયો અર્થાત્ વિભાવ પર્યાયનો ત્યાગ કરતાં પણ જ્ઞાનનો = પોતાનો નાશ થાય છે અને પોતે ભ્રમમાં જ રહે છે માટે જિનાગમમાં ‘પર્યાયરહિત દ્રવ્ય' માટે જ્ઞાનવિશેષોનો ત્યાગ નહીં અર્થાત્ વિભાવ પર્યાયનો ત્યાગ નહી પરંતુ તેને ગૌણ કરવાનું જ વિધાન છે કે જે અનેકાંત સ્વરૂપ આત્માનો નાશ થવા દેતો નથી, મિથ્યાત્વ રૂપે પરિણમાવતો નથી). ૧૪.......’
શ્લોક ૨૫૦ :- ‘પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવાના (જ્ઞાનના) સ્વભાવની અતિશયતાને લીધે (અત્રે જણાવ્યું છે કે આત્મા પરને જાણે છે તે તેના સ્વભાવની અતિશયતા છે), ચારે તરફ (સર્વત્ર) પ્રગટ થતાં અનેક પ્રકારના જ્ઞેયાકારોથી જેની શક્તિ વિશીર્ણ થઈ ગઈ છે એવો થઈને સમસ્તપણે તૂટી જતો થકો (અર્થાત્ ખંડખંડરૂપ અનેકરૂપ થઈ જતો થકો. અર્થાત્ અજ્ઞાનીને ખંડખંડરૂપ વિશેષ ભાવોમાં રહેલ જ્ઞાન સામાન્ય ભાવ જણાતો નથી = અખંડ ભાવ જણાતો નથી માટે ખંડખંડરૂપ વિશેષ ભાવોનો નિષેધ કરે છે, કારણ કે તે તેનાથી અખંડ જ્ઞાનનો = સામાન્ય જ્ઞાનનો નાશ માને છે એમ પોતે) નાશ પામે છે (અર્થાત્ અજ્ઞાન પામે છે અર્થાત્ અનેક જ્ઞેયોના આકારો જ્ઞાનમાં જણાતા જ્ઞાનની શક્તિને છિન્નભિન્ન ખંડખંડરૂપ થઈ જતી માનીને અર્થાત્ અજ્ઞાની એમ કહે છે કે જ્યાં સુધી આત્મા પરને જાણે છે એમ માનવામાં આવે ત્યાં સુધી સમ્યગ્દર્શન થશે નહિ = સમયસારરૂપ આત્મા પ્રાપ્ત થશે નહિ અને તેથી જ એકાંતે એવી પ્રરૂપણા કરે છે કે, ‘આત્મા ખરેખર પરને જાણતો જ
""
Page #206
--------------------------------------------------------------------------
________________
સમયસારના પરિશિષ્ટમાંથી અનેકાંતનું સ્વરૂપ
નથી’ તેવા લોકોને અત્રે પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની કહ્યાં છે.). અને અનેકાંતનો જાણનાર તો (જ્ઞાની = સમ્યગ્દર્શની), સદાય ઉદિત (પ્રકાશમાન = જ્ઞાન સામાન્ય ભાવ = પરમ પારિણામિક ભાવ
=
સમયસારરૂપ ભાવ) એકદ્રવ્યપણાને લીધે (ખંડખંડરૂપ ભાસતા જ્ઞાનમાં છુપાયેલ અખંડ જ્ઞાનપણાની અનુભૂતિને લીધે) ભેદના ભ્રમને નષ્ટ કરતો થકો (અર્થાત્ જ્ઞેયોના ભેદે જ્ઞાનમાં સર્વથા ભેદ પડી જાય છે એવા ભ્રમને નાશ કરતો થકો – એટલે કે જો જ્ઞાનને પરનું જાણપણું માનીએ તો સમ્યગ્દર્શન ન થાય તેવા ભ્રમનો નાશ કરતો થકો) જે એક છે અને જેનું અનુભવન (સમયસારરૂપ = પરમ પારિણામિક ભાવરૂપ = જ્ઞાન સામાન્ય રૂપ એક અભેદ આત્મા) નિબંધ છે એવા જ્ઞાનને દેખે છે – અનુભવે છે.’’ આવું છે જૈનશાસનનું અનેકાંતમય જ્ઞાન.
–
૨૦૧
શ્લોક ૨૬૧ : ભાવાર્થ :- ‘એકાંતવાદી જ્ઞાનને સર્વથા એકાકાર-નિત્ય પ્રાપ્ત કરવાની વાંછાથી ઉપજતી-વિણસતી ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક જ્ઞાનને ઇચ્છે છે (જેમ કે પરને જણાવાનો નિષેધ કરીને અથવા તો પર્યાયનો દૃષ્ટિના વિષયમાં નિષેધ કરીને); પરંતુ પરિણામ (પર્યાય = જ્ઞેય) સિવાય જુદો કોઈ પરિણામી હોતો નથી (આથી જ્ઞેય અથવા પર્યાયને કાઢતાં પૂર્ણ દ્રવ્યોનો જ લોપ થાય છે કે જેથી પરિણામી હાથ આવતો નથી સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી પરંતુ માત્ર ભ્રમનું જ સામ્રાજ્ય ફેલાય છે.). સ્યાદ્વાદી તો એમ માને છે કે, જો કે દ્રવ્યે જ્ઞાન નિત્ય છે તો પણ ક્રમશઃ ઊપજતીવિણસતી ચૈતન્યપરિણતિના ક્રમને લીધે જ્ઞાન અનિત્ય પણ છે (અર્થાત્ જ્ઞાન સામાન્ય નિત્ય છે કે જેનું જ્ઞાનવિશેષ બનેલું છે કે જે અનિત્ય છે) એવો જ વસ્તુસ્વભાવ છે.’’ આ વાત સર્વે જનોએ, સમ્યગ્દર્શન અર્થે સ્વીકારવી અત્યંત આવશ્યક છે.
=
શ્લોક ૨૬૨ :- ‘‘આ રીતે અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ અજ્ઞાનમૂઢ પ્રાણીઓને જ્ઞાનમાત્ર આત્મત્વ પ્રસિદ્ધ કરતો સ્વયમેવ અનુભવાય છે.’'
શ્લોક ૨૬૫ : ભાવાર્થ :- “જે સત્પુરુષો અનેકાંત સાથે સુસંગત દૃષ્ટિ વડે અનેકાંતમય વસ્તુસ્થિતિને દેખે છે, તેઓ એ રીતે સ્યાદ્વાદની શુદ્ધિને પામીને - જાણીને, જિનદેવના માર્ગનેસ્યાદ્વાદન્યાયને-નહિ ઉલ્લંઘતા થકા, જ્ઞાનસ્વરૂપ થાય છે.’’ અર્થાત્ સમ્યગ્દર્શની થાય છે.
શ્લોક ૨૭૦ :– ‘અનેક પ્રકારની નિજ શક્તિઓના સમુદાયમય આ આત્મા નયોની દૃષ્ટિથી ખંડખંડરૂપ કરવામાં આવતાં તત્કાળ નાશ પામે છે (જો કોઈ પણ નયને એકાંતે ગ્રહણ કરવામાં આવે અથવા કોઈ પણ નયની એકાંત પ્રરૂપણા કરવામાં આવે અથવા કોઈ પણ નયનો એકાંત પક્ષ કરવામાં આવે, તો આત્મા ખંડખંડરૂપ થતાં તત્કાળ નાશ પામે છે અર્થાત્ મિથ્યાત્વી થાય છે અને અનંત સંસાર વધારે છે) માટે હું એમ અનુભવું છું કે જેમાંથી ખંડોને નિરાકૃત (બહિષ્કૃત) કરવામાં આવ્યા નથી (એટલે કે તે ખંડખંડરૂપ જ્ઞેય હો કે વિભાવ પર્યાય હો તેને આત્મામાંથી દૂર ન કરવા) છતાં જે અખંડ છે, એક છે, એકાંત શાંત છે (એટલે કે ખંડખંડરૂપ વિશેષ ભાવમાં અખંડ સામાન્ય ભાવ રહેલ છે - છુપાયેલ છે. તેથી ખંડખંડ
Page #207
--------------------------------------------------------------------------
________________
૨૦૨
સમ્યગ્દર્શનની રીત
ભાવનો નિષેધ નથી તેને ગૌણ કરતાં જ અખંડ ભાવ પ્રાપ્ત થાય છે) (અર્થાત્ કર્મના ઉદયનો લેશ પણ નથી એવા અત્યંત શાંત ભાવમય છે પરમ પારિણામિક ભાવમય છે) અને અચળ છે (અર્થાત્ કર્મના ઉદયથી ચળાવ્યું ચળતું નથી) એવું ચૈતન્યમાત્ર તે જ ‘હું છું’.’’ આવી છે સમ્યગ્દર્શનના વિષયને પ્રાપ્ત કરવાની રીત.
જ
શ્લોક ૨૭૧ : ભાવાર્થ :- ‘‘જ્ઞાનમાત્ર ભાવ (પરમ પારિણામિક ભાવ) જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે (અત્રે સમજવું એમ કે જેઓ અજ્ઞાની છે અને જેઓને આત્મપ્રાપ્તિની તલપ પણ છે તેઓએ જ્ઞાન કે જે આત્માનું લક્ષણ છે કે જે સ્વ-પરને જાણે છે તેનો સીડી તરીકે ઉપયોગ કરીને આત્માના જ્ઞાનમાત્ર સ્વરૂપની પ્રાપ્તિ કરવી અર્થાત્ જે શેયને જાણે છે તે જાણનારો તે જ હું છું એમ ચિંતવવું અને તે જાણનક્રિયા વખતે જ જ્ઞેયને ગૌણ કરતાં જ, નિષેધ કરતાં નહીં તે યાદ રાખવું, સામાન્ય જ્ઞાનરૂપજ્ઞાનમાત્ર ભાવની પ્રાપ્તિ થાય છે) વળી તે પોતે જ નીચે પ્રમાણે જ્ઞેયરૂપ છે (જ્ઞેય છે તે જ્ઞાન જ છે અને જ્ઞાન છે તે જ્ઞાયક જ છે, તો પરને જાણવાનો = જ્ઞેયને જાણવાનો નિષેધ કરતાં જ્ઞાનનો નિષેધ થાય છે = જ્ઞાન માત્ર ભાવના અભાવનો પ્રસંગ આવે છે). બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતાં નથી; જ્ઞેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞેયાકારરૂપ દેખાય છે, પરંતુ એ જ્ઞાનનાં જ કલ્લોલો (તરંગો) છે. (જ્યારે જ્ઞેયને જાણવાનો નિષેધ કરતાં જ્ઞાનકલ્લોલોનો જ નિષેધ થાય છે કે જે સ્વયં જ્ઞાનમાત્ર પોતે જ છે. માટે શેયને જાણવાનો નિષેધ કરતાં જ જ્ઞાનમાત્ર ભાવના અભાવનો પ્રસંગ આવે છે, જેનું પરિણામ એકમાત્ર ભ્રમરૂપ પરિણમન જ છે.) તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. (અત્રે એ સમજવું જરૂરી છે કે ગાથા ૬ની ટીકામાં જણાવ્યા અનુસાર જ્ઞાનકલ્લોલો = જ્ઞેયાકાર અને જ્ઞાનમાત્ર એ બંને અભિન્ન જ છે અનન્ય જ છે અને તેનું અર્થાત્ કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી જ તે જ્ઞાયક છે) આ રીતે પોતે જ પોતાથી જાણવાયોગ્ય હોવાથી (એટલે કે જ્ઞાનકલ્લોલો અને જ્ઞાન અનન્ય રૂપે જ છે, અને જો તેમાં કલ્લોલોનો નિષેધ કરવામાં આવે તો અર્થાત્ પર જ્ઞેયને જાણવાનો નિષેધ કરવામાં આવે તો તે નિષેધ જ્ઞાયકનો જ સમજવો. કારણ કે કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી શેયાકાર જ્ઞાયક જ છે) જ્ઞાનમાત્ર ભાવ (પરમ પારિણામિક ભાવ) જ જ્ઞેયરૂપ છે [અત્રે જો જ્ઞેયોને જાણવાનો નિષેધ કરવામાં આવે તો જ્ઞાન માત્ર ભાવનો (સમયસારરૂપ ભાવનો) જ નિષેધ થતાં તેઓને આત્માની પ્રાપ્તિ થતી નથી] . વળી પોતે જ (જ્ઞાનમાત્ર ભાવ) પોતાનો (જ્ઞેયરૂપ ભાવ = જ્ઞાનકલ્લોલોનો) જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે જ્ઞાયક છે (અર્થાત્ જે જ્ઞેયને જાણે છે તે જ હું છું = ત્યાં જ્ઞેયોને ગૌણ કરતાં જ હું પ્રગટ થાય છે, નહીં કે જ્ઞેયોને જાણવાનો નિષેધ કરતાં). આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતા - એ ત્રણે ભાવોયુક્ત સામાન્યવિશેષસ્વરૂપ વસ્તુ છે, (સામાન્ય-વિશેષમાં નિયમ એવો છે કે વિશેષને કાઢતાં સામાન્ય જ નીકળી જાય છે, કારણ કે તે વિશેષ સામાન્યનું જ બનેલ હોવાથી, વિશેષને ગૌણ કરતાં જ સામાન્ય હાજર થાય છે એમ સમજવું માટે જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતામાંથી કોઈ પણ એકનો નિષેધ તે ત્રણેનો
=
Page #208
--------------------------------------------------------------------------
________________
સમયસારના પરિશિષ્ટમાંથી અનેકાંતનું સ્વરૂપ
૨૦૩
એટલે કે જ્ઞાયકનો જ નિષેધ છે એમ સમજવું). ‘આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. (અર્થાત્ આ જે જાણે છે તે હું છું પછી તે જાણવું સ્વનું હોય કે પરનું હોય. પરંતુ અત્રે એ સમજવું મહત્ત્વનું છે કે કોઈ પણ રીતે એટલે કે સ્વનું અથવા પરનું, કોઈ પણ જાણપણું નકારતાં જ આત્માનો – જ્ઞાયકનો નકાર હોવાથી તે જિનમત બાહ્ય જ છે કે જે સમયસાર ગાથા રની ટીકામાં પણ સ્પષ્ટ જણાવેલ જ છે.)”
આ જ વાત શ્લોક ૧૪૦માં પણ જણાવેલ છે કે, “એક જ્ઞાયકભાવથી ભરેલા મહાસ્વાદને લેતો, (એ રીતે જ્ઞાનમાં એકાગ્ર થતાં બીજો સ્વાદ આવતો નથી માટે) ઢંઢમય સ્વાદને લેવા અસમર્થ (ત્યાં સ્વપર નથી માત્ર હું છું) (અર્થાત્ વર્ણાદિક, રાગાદિક તથા ક્ષયોપથમિક જ્ઞાનના ભેદોને સ્વાદ લેવાને અસમર્થ = માટે એમ કહી શકાય કે અનુભૂતિના કાળે આત્મા પરને જાણતો નથી) આત્માના અનુભવના સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુવૃત્તિને (આત્માની શુદ્ધ પરિણતીને = પરમ પરિણામિક ભાવને = સમયસારરૂપ ભાવને = કારણશુદ્ધપર્યાયને) જાણતો-આસ્વાદતો (અર્થાત્ આત્માના અદ્વિતીય સ્વાદના અનુભવમાંથી બહાર નહીં આવતો = અર્થાત્ ત્યાં કોઈ જ સ્વ-પર નથી, ત્યાં દ્રવ્યપર્યાય એવો કોઈ જ ભેદ નથી, કારણ કે વર્તમાન પર્યાયમાં જ પૂર્ણ દ્રવ્ય અંતર્ગત છે = સમાયેલ છે.) આ આત્મા જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરતો (અત્રે સમજવાનું એ છે કે વિશેષોનો નિષેધ નથી તેને માત્ર ગૌણ કર્યા છે. આ જ રીત છે અનુભવની) સામાન્યમાત્ર જ્ઞાનને અભ્યાસતો, સકળ જ્ઞાનને એકપણામાં લાવે છે – એકરૂપે પ્રાપ્ત કરે છે.”
શ્લોક ૨૭૫ :- “સહજ (પોતાના સ્વભાવરૂપ) (“સ્વના સહજ ભવનરૂપ = સ્વ’નું સહજ પરિણમન = પરમ પારિણામિક ભાવ = કારણશુદ્ધપર્યાય) તેજ:પુંજમાં (જ્ઞાનમાત્રમાં) ત્રણ લોકના પદાર્થો મગ્ન થતાં હોવાથી (જ્ઞાનમાત્ર એવા આત્માનો સ્વભાવ જ સ્વ-પરને જાણવાનો છે તેથી કરીને સર્વે જોયો જણાય છે = જાણે છે, જેમાં અનેક ભેદો થતાં દેખાય છે (અર્થાત્ જ્ઞાનમાત્ર ભાવનું શેયરૂપે પરિણમન દેખાય છે = થાય છે. છતાં તેનાથી ડરીને કાંઈ જે જ્ઞાનમાત્ર ભાવનો સ્વભાવ છે, શેયને જાણવાનો, તેનો નિષેધ કોઈ કાળે થઈ શકે તેમ નથી.), તો પણ જેનું એક જ સ્વરૂપ છે (સામાન્ય ભાવ ખંડખંડ થતો નથી, તે અભેદ જ રહે છે, માટે પરને જાણવામાં ડરવાની કોઈ જ વાત નથી.)....”
સર્વે જનો આ સમયસારરૂપ શુદ્ધાત્મામાં સ્થિત થાઓ અને અક્ષય સુખની પ્રાપ્તિ કરો એ જ ભાવના સહ અમે આટલું વિસ્તારથી લખેલ છે, છતાં મારી છત્મસ્થ દશાને કારણે, આ પુસ્તકમાં કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો આપ સુધારીને વાંચશો અને મારાથી જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો મારાં ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડું !
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૪
સમ્યગ્દર્શનની રીત
૩૯
અનિત્ય ભાવના – સર્વે સંયોગો અનિત્ય છે, ગમતા અથવા અણગમતા એવા તે કોઈ જ સંયોગ મારી સાથે નિત્ય રહેવાવાળાં નથી, તેથી તેનો મોહ અથવા દુ:ખનો ત્યાગ કરવો – તેમાં ‘હુંપણું’ અને ‘મારાપણું’ ત્યાગવું.
-
બાર ભાવેના
અશરણ ભાવના – મારા પાપોના ઉદય વેળાં મને માતા-પિતા, પત્ની-પુત્ર, પૈસો વગેરે કોઈ જ શરણરૂપ થઈ શકે તેમ નથી, તેઓ મારું દુ:ખ લઈ શકે તેમ નથી, તેથી તેઓનો મોહ ત્યાગવો – તેઓમાં મારાપણું ત્યાગવું પરંતુ ફરજ પૂરેપૂરી બજાવવી.
સંસાર ભાવના સંસાર એટલે સંસરણ-રખડપટ્ટી અને તેમાં એક સમયનાં સુખની સામે અનંતકાળનું દુઃખ મળે છે; તો એવો સંસાર કોને ગમે ? અર્થાત્ ન જ ગમે અને તે માટે એકમાત્ર લક્ષ સંસારથી છૂટવાનું જ રહેવું જોઈએ.
-
એકત્વ ભાવના – અનાદિથી હું એકલો જ રખડું છું, એકલો જ દુઃખ ભોગવું છું; મરણ સમયે મારી સાથે કોઈ જ આવવાનું નથી, મારું કહેવાતું એવું શરીર પણ નહિ, તો મારે શક્ય હોય તેટલું પોતામાં જ (આત્મામાં જ) રહેવાનો પ્રયત્ન કરવો.
અન્યત્વ ભાવના – હું કોણ છું ? તે ચિંતવવું અર્થાત્ પૂર્વે જણાવ્યા અનુસાર પુદ્ગલ અને પુદ્ગલ (કર્મ) આશ્રિત ભાવોથી પોતાને જુદો ભાવવો અને તેમાં જ ‘હુંપણું’ કરવું, તેનો જ અનુભવ કરવો, તેને જ સમ્યગ્દર્શન કહેવાય છે. તે જ આ જીવનનું એકમાત્ર લક્ષ અને કર્તવ્ય હોવું જોઈએ.
અશુિચ ભાવના મને, મારાં શરીરને સુંદર બતાવવાના = શણગારવાના જે ભાવ છે અને વિજાતીયનાં શરીરનું આકર્ષણ છે કે જે શરીરની ચામડીને હટાવતાં જ માત્ર માંસ, લોહી, પરું, મળ, મૂત્ર વગેરે જ જણાય છે કે જે અશુચિરૂપ જ છે એવું ચિંતવી પોતાનાં શરીરનો અને વિજાતીયનાં શરીરનો મોહ ત્યજવો, તેમાં મૂંઝાવું (મોહિત થવું) નહિ.
Page #210
--------------------------------------------------------------------------
________________
બાર ભાવના
આસ્રવ ભાવના – પુણ્ય અને પાપ – એ બન્ને મારા (આત્મા) માટે આસ્રવ છે; તેથી વિવેકે કરી પ્રથમ પાપોનો ત્યાગ કરવો અને એકમાત્ર આત્મપ્રાપ્તિના લક્ષે શુભ ભાવમાં રહેવું કર્તવ્ય છે.
૨૦૫
સંવર ભાવના – સાચા (કાર્યકારી) સંવરની શરૂઆત સમ્યગ્દર્શનથી જ થાય છે, તેથી તેના લક્ષે પાપોનો ત્યાગ કરી, એકમાત્ર સાચા સંવરના લક્ષે દ્રવ્યસંવર પાળવો.
નિર્જરા ભાવના – સાચી (કાર્યકારી) નિર્જરાની શરૂઆત સમ્યગ્દર્શનથી જ થાય છે, તેથી તેના લક્ષે પાપોનો ત્યાગ કરી, એકમાત્ર સાચી નિર્જરાના લક્ષે યથાશક્તિ તપ આચરવું.
લોકસ્વરૂપ ભાવના - પ્રથમ લોકનું સ્વરૂપ જાણવું, પછી ચિંતવવું કે હું અનાદિથી આ લોકમાં સર્વે પ્રદેશે અનંતી વાર જન્મ્યો અને મરણ પામ્યો; અનંતા દુઃખો ભોગવ્યાં, હવે ક્યાં સુધી આ ચાલુ રાખવું છે ? અર્થાત્ તેના અંત માટે સમ્યગ્દર્શન આવશ્યક છે, તો તેની પ્રાપ્તિનો ઉપાય કરવો. બીજું લોકમાં રહેલ અનંતા સિદ્ધ ભગવંતો અને સંખ્યાતા અરિહંત ભગવંતો અને સાધુ ભગવંતોને વંદણા કરવી, અને અસંખ્યાતા શ્રાવક-શ્રાવિકાજીઓ તથા સમ્યગ્દષ્ટિ જીવોની અનુમોદના કરવી, પ્રમોદ કરવો.
-
બોધિ દુર્લભ ભાવના બોધિ એટલે સમ્યગ્દર્શન, અનાદિથી આપણી રખડપટ્ટીનું જો કોઈ કારણ હોય તો તે છે સમ્યગ્દર્શનનો અભાવ; તેથી સમજાય છે કે સમ્યગ્દર્શન કેટલું દુર્લભ છે, કોઈક આચાર્ય ભગવંતે તો કહ્યું છે કે, વર્તમાન કાળમાં સમ્યગ્દષ્ટિ આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ હોય છે.
ધર્મસ્વરૂપ ભાવના વર્તમાન કાળમાં ધર્મસ્વરૂપમાં ઘણી વિકૃતિઓ પ્રવેશી ચૂકેલ હોવાથી, સત્યધર્મની શોધ અને તેનું જ ચિંતન કરવું; સર્વ પુરુષાર્થ તેને પામવામાં લગાવવો.
2
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૦૬
સમ્યગ્દર્શનની રીત
-
૪૦
ચિંતનકણિકાઓ એક સમક્તિ પાએ બિના, તપ-જપ-ક્રિયા ફોક; જૈસા મુર્દા સિનગારના, સમજ કહે તિલોક. અર્થાત્ સમ્યગ્દર્શન વગરની સર્વ ક્રિયા-તપ-જપ-શ્રાવપણું-શુલ્લકપણું-સાધુપણું વગેરે મડદાને શણગારવાં જેવું નિરર્થક છે. અત્રે કહેવાનો ભાવાર્થ એ છે કે આવાં સમ્યગ્દર્શન વગરની ક્રિયા-તપ-જપશ્રાવકપણું-શુલ્લકપણું-સાધુપણું ભવનો અંત કરવા કાર્યકારી નથી અર્થાત્ તે ન કરવું એમ નહિ પરંતુ તેમાં જ સંતોષાઈ ન જવું અર્થાત્ તેનાથી જ પોતાને કૃતકૃત્ય ન સમજતાં, સર્વ પ્રયત્ન એકમાત્ર નિશ્ચય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે જ કરવાં. ભગવાનનાં દર્શન કઈ રીતે કરવાં? ભગવાનના ગુણોનું ચિંતન કરવું અને ભગવાન, ભગવાન બનવા જે માર્ગે ચાલ્યા તે માર્ગે ચાલવાનો દઢ નિર્ધાર કરવો તે જ સાચા દર્શન છે. સંપૂર્ણ સંસાર અને સાંસારિક સુખો પ્રત્યેના વૈરાગ્ય વગર અર્થાત્ સંસાર અને સાંસારિક સુખોની રુચિ સહિત મોક્ષમાર્ગની શરૂઆત થવી અત્યંત દુર્લભ છે અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે. જીવને ચાર સંજ્ઞા/સંસ્કાર - આહાર, મૈથુન, પરિગ્રહ અને ભય અનાદિથી છે, તેથી તેના વિચારો સહજ હોય છે. તેવા વિચારોથી જેને છૂટકારો જોઈતો હોય તેઓએ પોતાનો તેના તરફનો ગમો તપાસવો અર્થાત્
જ્યાં સુધી આ સંજ્ઞાઓ ગમે છે અર્થાત્ તેમાં સુખ ભાસે છે; જેમ કે, કૂતરાને હાડકું ચૂસવા આપતાં તેને તેતાળવામાં ઘસાઈને લોહી નીકળે છે, કે જેને તે એમ સમજે છે કે લોહી હાડકાંમાંથી નીકળે છે અને તેથી તેને તેનો આનંદ થાય છે કે જે માત્ર તેનો ભ્રમ જ છે. આ રીતે જ્યાં સુધી આ આહાર, મૈથુન, પરિગ્રહ અને ભય અર્થાત્ બળવાનનો ડર અને નબળાને ડરાવવા/દબાવવાં ગમે છે ત્યાં સુધી તે જીવને તેના વિચારો સહજ હોય છે અને તેથી તેના સંસારનો અંત થતો નથી. તેથી મોક્ષેચ્છએ આ અનાદિના ઊલટા સંસ્કારોને મૂળથી કાઢવાનો પુરુષાર્થ આદરવાનો છે કે જેના માટે સર્વપ્રથમ આ સંજ્ઞાઓ પ્રત્યેનો આદર નીકળવો આવશ્યક છે, તેથી સર્વ પુરુષાર્થ તેઓ પ્રત્યે વૈરાગ્ય થાય તેના માટે જ લગાવવો આવશ્યક છે કે જેના માટે સર્વાચન અને સાચી સમજણ આવશ્યક છે. તમને શું ગમે છે? આ છે આત્મપ્રાપ્તિનું બેરોમીટર – થરમોમીટર. આ પ્રશ્નનો ઉત્તર ચિંતવવો. જ્યાં સુધી ઉત્તરમાં કોઈ પણ સાંસારિક ઈચ્છા/આકાંક્ષા હોય ત્યાં સુધી પોતાની ગતિ સંસાર તરફની સમજવી અને જ્યારે ઉત્તર એકમાત્ર આત્મપ્રાપ્તિ એવો હોય, તો સમજવું કે આપના સંસારનો કિનારો બહુ નજીક આવી ગયેલ છે. માટે તે માટેનો પુરુષાર્થ વધારવો. તમને શું ગમે છે? આ છે તમારી ભક્તિનું બેરોમીટર – થરમોમીટર. અર્થાત્ ભક્તિમાર્ગની વ્યાખ્યા એ છે કે જે આપને ગમે છે, તે તરફ આપની સહજ ભક્તિ સમજવી. ભક્તિમાર્ગ એટલે વેવલાવેડાંરૂપ અથવા વ્યક્તિરાગરૂપ ભક્તિ ન સમજવી, પરંતુ જે આપને ગમે છે અર્થાત્ જેમાં આપની રુચિ છે તે
Page #212
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકાઓ
૨૦૭
તરફ જ આપની પૂર્ણ શક્તિ કામે લાગે છે, તેથી જેને આત્માની રૂચિ જાગી છે અને માત્ર તેનો જ વિચાર આવે છે, તેની પ્રાપ્તિના જ ઉપાયો વિચારાય છે, તો સમજવું કે મારી ભક્તિ યથાર્થ છે અર્થાત્ હું સાચા ભક્તિમાર્ગ છું. અર્થાત્ જ્યાં સુધી તમને શું ગમે છેના ઉત્તરમાં કોઈ પણ સાંસારિક ઈચ્છા/આકાંક્ષા હોય અથવા કોઈ વ્યક્તિ હોય ત્યાં સુધી પોતાની ભક્તિ સંસાર તરફની સમજવી અને જ્યારે ઉત્તર એકમાત્ર આત્મપ્રાપ્તિ એવો હોય, તો સમજવું કે આપના સંસારનો કિનારો બહુ નજીક આવી ગયેલ છે. અર્થાત્ ભક્તિ એટલે સંવેગ સમજવો કે જે વૈરાગ્ય અર્થાત્ નિર્વેદ સહિત જ આત્મપ્રાપ્તિ માટે કાર્યકારી છે. અભયદાન, શાનદાન, અન્નદાન, ધનદાન, ઔષધદાનમાં અભયદાન અતિ શ્રેષ્ઠ છે. માટે સર્વેએ રોજિંદા જીવનમાં જયણા રાખવી અત્યંત આવશ્યક છે. ધન પુણ્યથી પ્રાપ્ત થાય છે કે મહેનતથી અર્થાત્ પુરુષાર્થથી ? ઉત્તર : ધનની પ્રાપ્તિમાં પુણ્યનો ફાળો અધિક છે અને મહેનત અર્થાત્ પુરુષાર્થનો ફાળો ઓછો છે. કારણ કે જેનો જન્મ ધનવાન કુટુંબમાં થાય છે તેને, કોઈ પણ પ્રયત્ન વગર જ ધન પ્રાપ્ત થાય છે અને ધંધામાં ઘણી મહેનત કરતાં લોકો પણ ધન ગુમાવતાં જણાય છે. ધન કમાવવા માટે પ્રયત્ન આવશ્યક છે, પરંતુ કેટલો? કારણ કે ઘણાં લોકોને બહુ ઓછાં પ્રયત્ન અધિક ધન પ્રાપ્ત થતું દેખાય છે, જ્યારે કોઈને ઘણાં પ્રયત્નો છતાં ઓછું ધન પ્રાપ્ત થતું જણાય છે; તેથી એ નિશ્ચિત થાય છે કે ધન પ્રયત્ન કરતાં પુણ્યને અધિક વરેલ છે. તેથી જેને ધન માટે મહેનત કરવી આવશ્યક લાગતી હોય તેઓએ પણ વધારેમાં વધારે અર્ધો સમય જ અર્થોપાર્જનમાં અને ઓછામાં ઓછો અર્થો સમય તો ધર્મમાં જ લગાવવાં યોગ્ય છે; કારણ કે ધર્મથી અનંત કાળનું દુઃખ ટળે છે અને સાથે સાથે પુણ્યનાં કારણે ધન પણ સહજ જ પ્રાપ્ત થાય છે. જેમ ઘઉં વાવતાં સાથે ઘાસ આપમેળે જ પ્રાપ્ત થાય છે, તેમ સત્યધર્મ કરતાં પાપો હળવાં બને છે અને પુણ્ય તીવ્ર બને છે તેથી ભવકટીની સાથે સાથે ધન અને સુખ આપમેળે જ પ્રાપ્ત થાય છે અને ભવિષ્યમાં અવ્યાબાધ સુખરૂપ મુક્તિ મળે છે. પુરુષાર્થથી ધર્મ થાય અને પુણ્યથી ધન મળે. અર્થાત્ પૂર્ણ પુરુષાર્થ ધર્મમાં લગાવવો અને ધન કમાવવામાં ઓછામાં ઓછો સમય વેડફ્લો, કારણ કે ધન મહેનતના અનુપાતમાં (= પ્રમાણમાં = Proportionately) નથી મળતું, પરંતુ ધન પુણ્યના અનુપાતમાં મળે છે. કર્મોનો જે બંધ થાય છે, તેના ઉદયકાળે આત્માના કેવા ભાવ થશે? અર્થાત્ તે કર્મોના ઉદયકાળે નવાં કર્મો કેવાં બંધાશે, તેને તે કર્મનો અનુબંધ કહેવાય છે; તે અનુબંધ અભિપ્રાયનું ફળ છે, માટે સર્વ પુરુષાર્થ અભિપ્રાય બદલાવવા લગાવવો અર્થાત્ અભિપ્રાયને સમ્યક કરવામાં લગાવવો. સ્વરૂપથી હું સિદ્ધસમ હોવાં છતા, રાગદ્વેષ મારાં કલંક સમાન છે માટે તેને ધોવાનાં (ટાળવાનાં) ધ્યેયપૂર્વક, ધગશ અને ધૈર્યસહિત ધર્મપુરુષાર્થ આદરવો. સંતોષ, સરળતા, સાદગી, સમતા, સહિષ્ણુતા, સહનશીલતા, નમ્રતા, લઘુતા, વિવેક આત્મપ્રાપ્તિની યોગ્યતા માટે જીવનમાં કેળવવાં અત્યંત આવશ્યક છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૮
સમ્યગ્દર્શનની રીત
તપસ્યામાં નવાવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય અતિ શ્રેષ્ઠ છે. સંસારી જીવો નિમિત્તવાસી હોય છે. કાર્યરૂપ તો નિયમથી ઉપાદાન જ પરિણમે છે, પરંતુ તે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે નિમિત્તની હાજરી અવિનાભાવે હોય જ છે, અર્થાત્ વિવેકે કરી મુમુક્ષુ જીવ સમજે છે કે કાર્ય ભલે માત્ર ઉપાદાનમાં થાય, પરંતુ તેથી કરીને પોતાને સ્વચ્છેદે કોઈ પણ નિમિત્ત સેવવાનો પરવાનો
નથી મળી જતો અને તેથી જ તેઓ નબળા નિમિત્તોથી ભીરુભાવે દૂર જ રહે છે. - સાધક આત્માએ ટી.વી., સિનેમા, નાટક, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે જેવાં નબળા નિમિત્તોથી દૂર જ
રહેવું આવશ્યક છે; કારણ કે ગમે તેટલા સારા ભાવોને ફરી જતા વાર નથી લાગતી. બીજું આ બધાં જ નબળા નિમિત્તો અનંત સંસાર અર્થાત્ અનંત દુઃખની પ્રાપ્તિના કારણ બનવા સક્ષમ છે. માતા-પિતાના ઉપકારોનો બદલો કોઈ રીતે વાળી શકાતો નથી, એકમાત્ર તેઓને ધર્મ પમાડીને જ વાળી શકાય છે. તેથી માતા-પિતાની સેવા કરવી. માતા-પિતાનો સ્વભાવ અનુકૂળ ન હોય તો પણ તેઓની સેવા પૂરેપૂરી કરવી અને તેઓને ધર્મ પમાડવો, તેના માટે પ્રથમ પોતે ધર્મ પામવો આવશ્યક છે. ધર્મ ન લજવાય તેને માટે સર્વ જૈનોએ પોતાના કુટુંબમાં, વ્યવસાયમાં - દુકાન, ઑફિસ વગેરેમાં તથા સમાજ સાથેનો પોતાનો વ્યવહાર સારો જ હોય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. અપેક્ષા, આગ્રહ, આસક્તિ, અહંકાર કાઢી નાખવાં અત્યંત આવશ્યક છે. સ્વદોષ જેવો, પરદોષ નહિ, પરગુણ જેવો અને તે ગ્રહણ કરવો અત્યંત આવશ્યક છે. અનાદિની ઇન્દ્રિયોની ગુલામી છોડવા જેવી છે. જે ઈન્દ્રિયોના વિષયોમાં જેટલી આસક્તિ વધારે, જેટલો જે ઇન્દ્રિયોનો દૂર-ઉપયોગ વધારે; તેટલી તે ઇન્દ્રિયો ભવિષ્યમાં અનંત કાળ સુધી મળવાની સંભાવના ઓછી. મારા જ ક્રોધ, માન, માયા, લોભ મારા કટ્ટર શત્રુ છે, બાકી વિશ્વમાં મારો કોઈ શત્રુ જ નથી. એક એક કષાય અનંત પરાવર્તન કરાવવા શક્તિમાન છે અને મારામાં તે કષાયોનો વાસ છે, તો મારું શું
થશે? માટે ત્વરાએ સર્વ કષાયોનો નાશ ઈચ્છવો અને તેનો જ પુરુષાર્થ આદરવો. - અહંકાર અને મમકાર અનંત સંસારનું કારણ થવા સક્ષમ છે, તેથી તેનાથી બચવાના ઉપાય કરવાં.
નિંદા માત્ર પોતાની કરવી અર્થાત્ પોતાના દુર્ગુણોની જ કરવી, બીજાના દુર્ગુણો જોઈને સૌપ્રથમ પોતે પોતાના ભાવ તપાસવા અને જે તે દુર્ગુણો પોતામાં હોય તો કાઢી નાંખવા અને તેમના પ્રત્યે ઉપેક્ષાભાવ અથવા કરુણાભાવ રાખવો કારણ કે બીજાની નિંદાથી તો આપણને ઘણો કર્મબંધ થાય છે અર્થાત્ કોઈ બીજાના ઘરનો કચરો પોતાના ઘરમાં ઠાલવતાં નથી જ, તેમ બીજાની નિંદા કરવાથી તેમનાં કર્મો સાફ થાય
છે જ્યારે મારાં કર્મોનો બંધ થાય છે. છે ઈર્ષા કરવી હોય તો માત્ર ભગવાનની જ કરવી અર્થાત્ ભગવાન બનવા માટે ભગવાનની ઈર્ષા કરવી,
Page #214
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકાઓ
૨૦૯
અન્યથા નહિ; એ સિવાય કોઈની પણ ઈર્ષા કરવાથી અનંત દુઃખ દેવાવાળાં અનંત કર્મોનો બંધ થાય છે
અને જીવ વર્તમાનમાં પણ દુઃખી થાય છે. • જાગૃતિ હર સમયે રાખવી અથવા કલાકે કલાકે પોતાના મનનાં પરિણામની ચકાસણી કરતાં રહેવી, તેનું
વલણ કઈ તરફ છે તે જોવું અને તેમાં જરૂરી સુધારા કરવાં. લક્ષ એકમાત્ર આત્મપ્રાપ્તિ જ રાખવું અને તે ભાવ દઢ કરતાં રહેવો. અનંત કાળ સુધી રહેવાનાં બે જ સ્થાનો છે - એક, સિદ્ધઅવસ્થા અને બીજું, નિગોદ. પહેલામાં અનંત સુખ છે અને બીજામાં અનંત દુઃખ છે, આથી પોતાના ભવિષ્યને લક્ષમાં લેતાં સર્વે જનોએ પોતાના સર્વ
પ્રયત્નો અર્થાત્ પુરુષાર્થ એકમાત્ર મોક્ષાર્થે જ કરવા યોગ્ય છે. - જે થાય તે સારા માટે એમ માનવું. જેથી કરી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બચી શકાય છે. અર્થાત્
નવાં કર્મોના આસ્રવથી બચી શકાય છે. મારે કોનો પક્ષ = કોની તરફેણ કરતાં રહેવી ? અર્થાત્ મારે ક્યો સંપ્રદાય અથવા ક્યા વ્યક્તિવિશેષની તરફેણ કરતાં રહેવી ? ઉત્તર :- માત્ર પોતાની જ અર્થાત્ પોતાના આત્માની જ તરફેણ કરતાં રહેવી; કારણ કે તેમાં જ મારો ઉદ્ધાર છે, અન્ય કોઈની તરફેણ (પક્ષ)માં મારો ઉદ્ધાર નથી, નથી, ને નથી જ; કારણ કે તે તો રાગદ્વેષનું કારણ થાય છે. પરંતુ જ્યારે પોતાના આત્માની જ તરફેણ કરવામાં આવે ત્યારે
તેમાં સર્વે જ્ઞાનીની તરફેણ સમાઈ જાય છે. - જૈન કહેવાતાં લોકોએ રાત્રિના કોઈ પણ કાર્યક્રમ - ભોજન સમારંભ ન રાખવાં જોઈએ. પ્રસંગે ફૂલ અને
ટાકડાનો ઉપયોગ ન કરવો જોઈએ. લગ્ન એ સાધક માટે મજબૂરી હોય છે, નહિ કે ઉજાણી; કારણ કે જે સાધકો પૂર્ણ બ્રહ્મચર્ય ન પાળી શકતાં હોય તેમને માટે લગ્નવ્યવસ્થાનો સહારો લેવા યોગ્ય છે કે જેથી કરીને સાધક પોતાનો સંસાર, નિર્વિઘ્ન શ્રાવકધર્મ અનુસાર વ્યતીત કરી શકે અને પોતાની મજબૂરી પણ યોગ્ય મર્યાદા સહિત પૂરી કરી શકે. આવાં લગ્નના ઉજવણાં ન હોય; કારણ કે કોઈ પોતાની મજબૂરીને ઉત્સવ બનાવી, ઉજાણી કરતાં જણાતા નથી. તેથી સાધકે લગ્ન બહુ જ જરૂરી હોય તો જ કરવાં અને તે પણ સાદાઈથી. બીજું, અત્રે જણાવ્યા અનુસાર લગ્નને મજબૂરી સમજીને કોઈએ લગ્નદિવસ વગેરેની ઉજાણી કરવા જેવી નથી અર્થાત્ તે દિવસે વિશેષ ધર્મ કરવા જેવો છે અને એવી ભાવના ભાવો કે હવે મને આ લગ્નરૂપ મજબૂરી ભવિષ્યમાં ક્યારેય ન હજો કે જેથી કરી હું ત્વરાએ આત્મકલ્યાણ કરી શકું અને સિદ્ધત્વ પ્રાપ્ત કરી શકું. જન્મ એ આત્માને અનાદિનો લાગેલ ભવરોગ છે, નહિ કે ઉજાણી; કારણ કે જેને જન્મ છે તેને મરણ અવશ્ય છે અને જન્મ-મરણનું દુઃખ અનંતુ હોય છે અર્થાત્ જ્યાં સુધી આત્માની જન્મ-મરણરૂપ ઘટમાળ ચાલે છે, ત્યાં સુધી તેને અનંત દુઃખોથી છૂટકારો મળતો નથી અર્થાત્ દરેકે એકમાત્ર સિદ્ધત્વ અર્થાત્ જન્મ-મરણથી કાયમ માટેનો છૂટકારો જ ઈચ્છવા યોગ્ય છે. તેથી આવાં જન્મના ઉજવણાં ન
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૧૦
સમ્યગ્દર્શનની રીત
હોય, કારણ કે કોઈ પોતાના રોગને ઉત્સવ બનાવી, ઉજાણી કરતાં જણાતા નથી. તેથી સાધકે અત્રે જણાવ્યા અનુસાર જન્મને અનંત દુઃખોનું કારણ એવો ભવરોગ સમજીને, જન્મદિવસ વગેરેની ઉજાણી કરવા જેવી નથી અર્થાત્ તે દિવસે વિશેષ ધર્મ કરવા જેવો છે અને એવી ભાવના ભાવો કે હવે મને આ જન્મ કે જે અનંત દુઃખોનું કારણ એવો ભવરોગ છે, તે ભવિષ્યમાં ક્યારેય ન હજો ! અર્થાત્ સાધકે એકમાત્ર સિદ્ધત્વની પ્રાપ્તિ અર્થ અર્થાત્ અજન્મા બનવા અર્થે જ સર્વ પુરુષાર્થ લગાવવા જેવો છે. અનાદિથી પુગલના મોહમાં અને તેના માટેની જ મારામારીમાં જીવ દંડાતો આવ્યો છે અર્થાત્ તેના મોહના ફળરૂપે તે અનંતા દુ:ખો ભોગવતો આવ્યો છે, તેથી ત્વરાએ પુદ્ગલનો મોહ ત્યજવા જેવો છે. તે માત્ર શબ્દમાં નહિ, જેમ કે - ધર્મની ઊંચી ઊંચી વાતો કરવાવાળાં પણ પુદ્ગલના મોહમાં ફસાયેલાં જણાય છે અર્થાત્ આ જીવ અનાદિથી આવી જ રીતે પોતાને છેતરતો આવ્યો છે તેથી સર્વે આત્માર્થીને અમારો અનુરોધ છે કે આપે આપના જીવનમાં અત્યંત સાદાઈ અપનાવી પુદ્ગલની જરૂરિયાત બને તેટલી ઘટાડવી અને જાવજીવ દરેક જાતના પરિગ્રહની મર્યાદા કરવી અર્થાત્ સંતોષ કેળવવો પરમ આવશ્યક છે કે જેથી પોતે એકમાત્ર આત્મપ્રાપ્તિના લક્ષ માટે જ જીવન જીવી શકે કે જેથી તે પોતાના જીવને અનંતા દુઃખોથી બચાવી શકે છે અને અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરી શકે છે. આત્માર્થીને કોઈ પણ મત-પંથ-સંપ્રદાય-વ્યક્તિવિશેષનો આગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ, પૂર્વગ્રહ અથવા પક્ષ ન જ હોવો જોઈએ; કારણ કે તે આત્માને માટે અનંત કાળની બેડી સમાન છે અર્થાત્ તે આત્માને અનંત કાળ રખડાવનાર છે. આત્માર્થીને માટે સારું તે મારું અને સાચું તે મારું હોવું અતિ આવશ્યક છે કે જેથી કરીને તે આત્માર્થી પોતાની ખોટી માન્યતાઓને છોડીને સત્યને સરળતાથી ગ્રહણ કરી શકે અને તે જ
તેની યોગ્યતા કહેવાય છે. - આત્માર્થીએ દંભથી હંમેશાં દૂર જ રહેવું જોઈએ અર્થાત્ તેને મન-વચન અને કાયાની એક્તા સાધવાનો
અભ્યાસ નિરંતર કરતાં જ રહેવો જોઈએ અને તેમાં અડચણરૂપ સંસારથી બચતા રહેવું જોઈએ. આત્માર્થીએ એક જ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે આ મારા જીવનનો છેલ્લો દિવસ છે અને જે આ મનુષ્યભવમાં મેં આત્મપ્રાપ્તિ ન કરી તો હવે અનંત, અનંત, અનંત, ......... કાળ પછી પણ મનુષ્યજન્મ, પૂર્ણ ઇન્દ્રિયોની પ્રાપ્તિ, આર્યદેશ, ઉચ્ચકુળ, ધર્મની પ્રાપ્તિ, ધર્મની દેશના વગેરે મળે તેમ નથી, પરંતુ અનંત, અનંત, અનંત, .......... કાળ પર્યત અનંત, અનંત, અનંત, .......... દુઃખો જ મળશે. તેથી આ અમૂલ્ય-દુર્લભ મનુષ્યજન્મ માત્ર શારીરિક-ઈન્દ્રિયજન્ય સુખ અને તેની પ્રાપ્તિ પાછળ ખર્ચવા જેવો નથી, પરંતુ તેની એક પણ પળને વ્યર્થ ન ગુમાવતાં, માત્ર ને માત્ર, ત્વરાએ શાશ્વત સુખ એવા આત્મિક સુખની પ્રાપ્તિ અર્થે જ લગાવવા યોગ્ય છે.
e૯૦
Page #216
--------------------------------------------------------------------------
________________
ર૬૧
૪૧ રાત્રિભોજન વિશે
રાત્રિભોજનનો ત્યાગ મોક્ષમાર્ગના પથિક માટે તો આવશ્યક છે જ પરંતુ તેના આધુનિક વિજ્ઞાન પ્રમાણે પણ અનેક ફાયદાઓ છે. જેમ કે રાત્રે નવ વાગ્યે શરીરની ઘડિયાળ (Body clock) પ્રમાણે પેટમાં રહેલ વિષારી તત્ત્વોની સફાઈનો (Detoxification) સમય હોય છે, ત્યારે પેટ જે ભરેલું હોય તો શરીર તે કાર્ય કરતું નથી (Skip કરે છે) અર્થાત્ પેટમાં કચરો વધે છે; પરંતુ જેઓ રાત્રિભોજન કરતાં નથી તેઓનું પાચન નવ વાગ્યા સુધીમાં થઈ ગયું હોવાથી તેમનું શરીર વિષારી તત્ત્વોની સફાઈનું કાર્ય સારી રીતે કરી શકે છે. બીજું, રાત્રે જમ્યા પછી બેથી ત્રણ કલાક સુધી સૂવાનું લક્ષ્ય છે અને તેથી જેઓ રાત્રે મોડેથી જમે છે તેઓ રાત્રે મોડાં સૂવે છે. પરંતુ રાત્રે અગિયારથી એક વાગ્યા દરમિયાન ઘેરી ઊંઘ (Deep Sleep) લિવરની સફાઈ અને તેની નુકસાન ભરપાઈ (Cell Regrowth) માટે અત્યંત આવશ્યક છે કે જે રાત્રિભોજન કરવાવાળા માટે શક્ય નથી, તેથી તે પણ રાત્રિભોજનનું મોટું નુકસાન છે. આરોગ્યની દષ્ટિએ આ સિવાય પણ રાત્રિભોજન ત્યાગના બીજા અનેક ફાયદાઓ છે.
આયુર્વેદ, યોગશાસ્ત્ર અને જૈનેતર દર્શન અનુસાર પણ રાત્રિભોજન વર્યુ છે. જૈનેતર દર્શનમાં તો રાત્રિભોજનને માંસ ખાવા સમાન અને રાત્રે પાણી પીવાને લોહી પીવા સમાન જણાવેલ છે અને બીજું, રાત્રિભોજન કરવાવાળાના સર્વ તપ-જપ-જાત્રા એ સર્વ ફોક થાય છે અને રાત્રિભોજનનું પાપ સેંકડો ચંદ્રાયતન તપથી પણ ધોવાતું નથી એમ જણાવેલ છે.
જૈનદર્શન અનુસાર પણ રાત્રિભોજનનું ઘણું પાપ જણાવેલ છે. અત્રે કોઈ એમ કહે કે રાત્રિભોજન ત્યાગ વગેરે વ્રતો અથવા પડિમાઓ (પ્રતિમાઓ) તો સમ્યગ્દર્શન બાદ જ હોય છે, તો અમોને તે રાત્રિભોજનનો શો દોષ લાગે ? તો તેઓને અમારો ઉત્તર છે કે રાત્રિભોજનનો દોષ સમ્યગ્દષ્ટિ કરતાં મિથ્યાષ્ટિને અધિક જ લાગે છે, કારણ કે મિથ્યાદષ્ટિ તેને રાચી-માચીને સેવતો (કરતો) હોય છે જ્યારે સમ્યગ્દષ્ટિ તો આવશ્યક ન હોય, અનિવાર્યતા ન હોય તો આવા દોષોનું સેવન જ નથી કરતો અને જે કોઈ
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૧૨
સમ્યગ્દર્શનની રીત
કાળે આવા દોષોનું સેવન કરે છે તો પણ ભીરુભાવે અને રોગના ઔષધ તરીકે કરે છે, નહિ કે આનંદથી અથવા સ્વચ્છેદે. આથી કોઈ પણ પ્રકારનો છળ કોઈએ ધર્મશાસ્ત્રોમાંથી ગ્રહણ ન કરવો, કારણ કે ધર્મશાસ્ત્રોમાં દરેક વાતો અપેક્ષાએ હોય છે. તેથી કરીને વ્રતો અને પડિકાઓ (પ્રતિમાઓ) પાંચમા ગુણસ્થાનકે કહી છે. તેનો અર્થ એવો ન કાઢવો કે અન્ય કોઈ નિમ્ન ભૂમિકાવાળાઓ તેને અભ્યાસ અર્થે અથવા તો પાપથી બચવા ગ્રહણ ન કરી શકે. બલકે સૌએ અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય જ છે, કારણ કે જેને દુઃખ પ્રિય નથી એવા જીવો દુઃખના કારણરૂપ પાપો કેવી રીતે આચરી શકે ? અર્થાત્ ન જ આચરી શકે.
અસ્તુ !
cakos
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૧૩
૪૨ સમાધિ મરણ ચિંતન
સૌપ્રથમ એ સમજવું જરૂરી છે કે મરણ એટલે શું અને ખરેખર મરણ કોનું થાય છે ?
ઉત્તર – આત્મા તો અમર હોવાથી ક્યારેય મરણ પામતો જ નથી, પરંતુ ખરેખર આત્માનો પુદ્ગલરૂપ શરીર સાથેનો એકક્ષેત્રવગાહ સંબંધનો અંત આવે છે, તેને જ મરણ કહેવાય છે. તેથી મરણ એટલે આત્માનું એક શરીર છોડી બીજા શરીરમાં જવું.
સંસારમાં કોઈ એક ઘર છોડી, બીજા સારા ઘરમાં રહેવા જાય છે ત્યારે અથવા કોઈ જૂનાં કપડાં બદલાવી નવાં કપડાં પહેરે છે ત્યારે શોક કરતાં જણાતાં નથી. ટ્રેનમાં સર્વે પોતપોતાનું સ્ટેશન આવતાં ઊતરી જાય છે, પરંતુ કોઈ તેનો શોક કરતાં જણાતાં નથી, તો મરણપ્રસંગે શોક કેમ થાય છે? તેનું સૌથી મોટું કારણ છે મોહ અર્થાત્ તેઓને મારા કરી માન્યાં હતાં, તેથી શોક થાય છે. સૌ કોઈ જાણે છે કે – સર્વેને એક દિવસ આ દુનિયામાંથી જવાનું છે, છતાં પોતા વિશે ક્યારેય કોઈ વિચાર કરતાં નથી અને તેની માટેની અર્થાત્ સમાધિ મરણની તૈયારી પણ કરતાં નથી; તેથી સર્વેએ પોતાના સમાધિ મરણ વિશે વિચારી તેના માટેની તૈયારી કરવા યોગ્ય છે.
તેથી પ્રશ્ન થાય કે સમાધિ મરણ એટલે શું અને તેની તૈયારી કેવી હોય ? સમાધિ મરણ એટલે એકમાત્ર આત્મભાવે (આત્મામાં સમાધિભાવે) વર્તમાન દેહને છોડવો. અર્થાત્ હું આત્મા છું એવા અનુભવ સાથેનું અર્થાત્ સમ્યગ્દર્શન સહિતનાં મરણને સમાધિ મરણ કહેવાય છે અર્થાત્ સમાધિ મરણનું મહત્ત્વ એટલે છે કે તે જીવ સમ્યગ્દર્શન સાથે લઈને જાય છે અન્યથા અર્થાત્ સમાધિ મરણ ન હોતાં તે જીવ સમ્યગ્દર્શન નમીને જાય છે. લોકો સમાધિ મરણની તૈયારી અર્થે સંથારાની ભાવના ભાવતા જણાય છે, અંત સમયની આલોચના કરતાં/કરાવતાં જણાય છે, નિર્યાપકાચાર્યની (સંથારાનો નિર્વાહ કરાવનાર આચાર્યની) શોધ કરતાં જણાય છે; પરંતુ સમ્યગ્દર્શન કે જે સમાધિ મરણનો પ્રાણ છે તેના વિશે લોકો અજાણ જ હોય તેવું જણાય છે. તેથી સમાધિ મરણની તૈયારી અર્થે, આ પૂર્ણ જીવન એકમાત્ર સમ્યગ્દર્શનની પ્રાપ્તિના ઉપાયમાં જ લગાવવું યોગ્ય છે. કારણ કે સમ્યગ્દર્શન વગર અનંતી વાર બીજું બધું
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧૪
સમ્યગ્દર્શનની રીત
જ કરવાં છતાં આત્માનો ઉદ્ધાર શક્ય બન્યો નથી, ભવભ્રમણનો અંત આવ્યો નથી. અર્થાત્ સમ્યગ્દર્શન વગર ગમે તે ઉપાય ક્યથી, કદાચ એક-બે, થોડાક ભવો સારાં મળી પણ જાય છતાં, ભવટી થતી નથી અને તેથી કરીને અનંત દુખોનો અંત આવતો નથી અર્થાત્ નરક/નિગોદના નદીવા (Acquaintance = હવે પછી એ જીવ ક્યારેય નરક/નિગોદમાં જવાનો નથી) થતાં નથી. માટે આવાં દુર્લભ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે અને તૈયારીરૂપે આ સંસાર પ્રત્યેનો વૈરાગ્ય, સંસારનાં સુખો પ્રત્યેની ઉદાસીનતા અને શાસ્ત્રસ્વાધ્યાયથી યથાર્થ તત્ત્વનો નિર્ણય આવશ્યક છે.
આ મનુષ્યભવ અત્યંત દુર્લભ છે, તેથી તેનો ઉપયોગ શેમાં કરવો તે વિચારવું અત્યંત આવશ્યક છે. કારણ કે જેવું જીવન જીવશો પ્રાયઃ તેવું જ મરણ હોય છે, માટે નિત્ય જાગૃતિ જરૂરી છે. જીવનમાં નીતિ-ન્યાય આવશ્યક છે, નિત્ય સ્વાધ્યાય, મનન, ચિંતન આવશ્યક છે; કારણ કે આયુષ્યનો બંધ ગમે ત્યારે પડી શકે છે અને ગતિ અનુસાર જ મરણ વખતે વેશ્યા હોય છે. તેથી જેઓ સમાધિ મરણ ઈચ્છતા હોય તેઓએ પૂર્ણ જીવન સમ્યગ્દર્શન સહિત ધર્મમય જીવવું આવશ્યક છે. તેથી જીવનભર સર્વ પ્રયત્નો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે જ કરવાં યોગ્ય છે, કારણ કે સમ્યગ્દર્શન અર્થે કરેલ સર્વ શુભ ભાવ યથાર્થ છે. અન્યથા તે ભવાટી માટે અયથાર્થ નીવડે છે અને તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ બાદ પણ પ્રમાદ સેવવા યોગ્ય નથી; કારણ કે એક સમયનો પણ પ્રમાદ નહિ કરવાની ભગવાનની આજ્ઞા છે.
સર્વેએ માત્ર પોતાના જ પરિણામ ઉપર દષ્ટિ રાખવા જેવી છે અને તેમાં જ સુધારો ઇચ્છવો. ‘બીજા શું કરે છે?” અથવા “બીજા શું કહેશે ?' વગેરે ન વિચારતાં પોતા માટે શું યોગ્ય છે, તે વિચારવું. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનાં કારણો ન સેવવાં અને જો ભૂલથી, અનાદિનાં સંસ્કારવશ આર્તધ્યાન અથવા રૌદ્રધ્યાન થયું હોય તો તરત જ તેમાંથી પાછા ફરવું (પ્રતિક્રમણ), તેનો પસ્તાવો કરવો (આલોચના) અને ભવિષ્યમાં આવું ફરી ક્યારેય ન થાય (પચ્ચશ્માણ) તેવો દઢ નિર્ધાર કરવો. આવી રીતે દુર્ગાનથી બચી, પૂર્ણ યત્ન સંસારના અંતનાં કારણોમાં જ લગાવવાં યોગ્ય છે. આવી જાગૃતિ જીવનભર માટે જરૂરી છે, ત્યારે જ મરણ સમયે જાગૃતિ સહિત સમાધિ અને સમત્વભાવ રહેવાની સંભાવના રહે છે કે જેથી સમાધિ મરણ થઈ શકે. સર્વે જનોને આવું સમાધિ મરણ પ્રાપ્ત થાય તેવી ભાવના સહ, જિનાજ્ઞા વિરુદ્ધ અમારાથી કાંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધે અમારાં મિચ્છામિ દુક્કડે !
» શાંતિ ! શાંતિ ! શાંતિ !
ec 22
Page #220
--------------------------------------------------------------------------
________________ મૈત્રી ભાવના - સર્વ જીવો પ્રત્યે મૈત્રી ચિંતવવી, મારો કોઈ જ દુશ્મન નથી એમ ચિંતવવું, સવી જીવોનું હિત ઈચ્છવું. - 4 પ્રમોદ ભાવના - ઉપકારી તથા ગુણી જીવો પ્રત્યે, ગુણ પ્રત્યે, વીતરાગ ધર્મ પ્રત્યે પ્રમોદભાવ લાવવો. કરુણા ભાવના - અધર્મી જીવો પ્રત્યે, વિપરીતધર્મી જીવો પ્રત્યે, અનાર્ય જીવો પ્રત્યે કરુણાભાવ રાખવો. A મધ્યસ્થ ભાવના - વિરોધીઓ પ્રત્યે મધ્યસ્થભાવ રાખવો. - મુખપૃષ્ઠની સમજણ - આપના જીવનમાં સમ્યગ્દર્શનનો સૂર્યોદય થાય અને તેના ફળરૂપઅવ્યાબાધ સુખસ્વરૂપ સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થાય એજ ભાવના.