Book Title: Samvat 2072 Year 2016 na Shraman Sammelan Ange Charcha
Author(s): Sevantilal Amthalal Mehta
Publisher: Sevantilal Amthalal Mehta
Catalog link: https://jainqq.org/explore/005949/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામિને નમઃ સંવત ૨૦૭૨ ના શ્રમણ? સંમેલન અંગે વિસ્તૃત ચર્ચા. વાંધો શો છે વહેચી લઈએ, અજવાળું તો મજિયારૂ છે. સેવંતીલાલ અમથાલાલ મહેતા - સુરત મહેતા સેવંતીલાલ અમથાલાલ સાડી સિધ્ધગિરિ એપાર્ટમેન્ટ, ધવલગિરિ એપાર્ટમેન્ટ પાસે, અઠવાલાઈન્સ, સુરત-૩૯૫૦૦૭ મો.નં.૦૯૮૨૪૧૫૨૭૨૭ ઈમેઈલ- Mehta_sevantilal@yahoo.co.in Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૧ અનુક્રમ પત્ર ટાઈટલ અનુકમ . આ પત્રમાં ઉપયોગમાં લેવાયેલ સંદર્ભ પુસ્તકો. પત્ર લખવાની એક શ્રાવક તરીકે મારી અનિવાર્ય ફરજ છે. તપાગચ્છાધિપતિશ્રીની હાજરી વિના સંમેલન ? ચર્તુવિધ શ્રી સંઘનું સંમેલન. સંવત ૨૦૭૨ ના સંમેલનનો એજન્ડા? નિર્ણય પધ્ધતિ? સત્તાવાર પ્રચાર વ્યવસ્થા. અગાઉના સંમેલનોનો ઈતિહાસ સ્પષ્ટ ઉકેલ માંગતા પ્રશ્નો-ભૂમિકા લાઈટ-માઈક, વાડાના પ્રશ્નો માટે સંમેલન છે? સં. ૨૦૭૨ ના સંમેલનના પ્રશ્નો. ખૂબ વિહાર, કાર્યક્રમો, અનુષ્ઠાનો વૃધ્ધ / ગ્લાન પૂ.સાધુ સાધ્વીજી ભગવંતોના સ્થિરવાસની વ્યવસ્થા ૧૫ મુમુક્ષુ તાલીમ સંસ્થાન ગહન સંશોધનો માટેનો પ્રયાસ શહેરોમાં પૂ.સાધુ/ સાધ્વીજીઓ માટે અભ્યાસ વ્યવસ્થા સાધ્વી સંસ્થાની ઉન્નતિ / વ્યાખ્યાન નિર્ણય ૧૯ દ્વારકા ઉધ્ધાર ૨૦. બેસતાં મહિનાનાં માંગલિક ૨૧ અધિકૃત માહિતી સંસ્થાન ૨૨ સત્તાવાર ગ્રંથાલય | ઋતરક્ષા સંઘ માર્ગદર્શક મંડળો શાસન ધ્વજ/શાસન ગીત જૈન દર્શન વિરૂધ્ધ પ્રગટ થતું સાહિત્ય પૂજય ગુરૂભગવંતોનું અનુચિત વર્તન બાલદીક્ષા / દેવદ્રવ્ય તિથિ ૨૮ હું, હું, મને, મને, --- ક્ષમા ચાહું છું. પાના નં. ૧ પાના નં.૨ પાના નં.૩ પાના નં.૪-૫ પાના નં.-૮ પાના નં.૯-૧૧ પાના નં.૧૨-૧૩ પાના નં.૧૪-૧૮ પાના નં.૧૯ પાના નં.૨૦-૨૪ પાના નં.૨૫ પાના નં. ૨૬-૨૭ પાના નં.૨૮-૨૯ ૧૬ પાના નં.૩૦ પાના નં.૩૧-૩૨ પાના નં.૩૩ પાના નં.૩૪-૩૬ પાના નં.૩૭ પાના નં.૩૮-૩૯ પાના નં.૪૦ પાના નં.૪૧ પાના નં.૪૨ પાના નં.૪૩ પાના નં.૪૪ પાના નં.૪૫-૪૬ પાના નં.૪૭ પાના નં.૪૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૨ આ પત્રમાં ઉપયોગમાં લેવાયેલ સંદર્ભ પુસ્તકો ૨ રાજનગર સાધુસંમેલન - ધીરજલાલ ટોકરશી શાહ (સં.૧૯૯૩). રાજનગર શ્રમણસંમેલનની કાર્યવાહી - ઉપા.હંસસાગરજી (સં.૨૦૧૬). વિદ્યુત સજીવ યા નિર્જીવ ? - મુનિ યશોવિજય (સં. ૨૦૫૮). શું વિદ્યુત સચિત તેઉકાય છે? મુનિ મહેન્દ્રકુમાર (ઈ.સ.૨૦૦૫). નિર્ણયો - ચારુચન્દ્ર ભોગીલાલ આદિ (સં. ૨૦૪૪). સંવત ૨૦૪૪ માં અમદાવાદમાં થયેલ મુનિસંમેલન ની અને તેના વિવાદાસ્પદ ઠરાવોની રૂપરેખા તથા સમાલોચના – પં.ચન્દ્રશેખર વિજય (ઈ.સ. ૧૯૮૮). “જૈન” શ્રમણ સંમેલન વિશેષાંક - (સં. ૨૦૪૪). સિમિત શ્રમણ સંમેલનની અશાસ્ત્રીયતા - આચાર્ય સોમચન્દ્રસૂરિ. જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ ૧ થી ૪ - ત્રિપૂટી મહારાજ. ૧૦ સમગ્ર ચાર્તુમાસ સૂચિ - (સં.૨૦૭૧). ૧ ૧ ન્યાય સિધ્ધાંતના મૂળભૂત ૧૦૮ નિયમો - સંતોષાનંદ શાસ્ત્રી (સં. ૨૦૭૧). સાધ્વી વ્યાખ્યાન નિર્ણય - ખાન્તિશ્રીજી (સં. ૨૦૧૦). ૧૩ દ્વારકા – સવજી છાયા (ઈ.સ. ૨૦૧૨). ૧૪ ઝેર તો પીધાં છે જાણી જાણી - મનુભાઈ પંચોલી. ૧૫ પાટણની પ્રભુતા - ગુજરાતનો નાથ - જય સોમનાથ- કનૈયાલાલ મુનશી . પ્રશ્ન પ્રદેશની પેલે પાર - દિનકર જોશી (ઈ.સ. ૨૦૦૮). મહામાનવ શ્રી કૃષ્ણ - નગીનદાસ સંઘવી (ઈ.સ.૨૦૧૨). વસ્તુપાળ અને તેજપાળ - સ્વામી સચ્ચિદાનંદ (ઈ.સ. ૨૦૧૫). પાઠશાળા - આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ (ઈ.સ.૨૦૦૫). ૨૦ પટ્ટાવલિ – સિંધી જૈન ગ્રંથમાલા. તપાપટ્ટાવલી - પૂ.કલ્યાણ વિજય. જૈન શ્વેતાંબર ડીરેકટરી - જૈન શ્વેતાંબર કોન્ફરન્સ . ૨૩ પાલનપુર એજન્સી ડીરેકટરી. સુરતની જૈન ડીરેકટરી . ૨૫ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા અને અશાસ્ત્રીય વ્યવસ્થા સામે લાલબત્તી(લઘુ સંસ્કરણ) સંયમકીર્તિ વિજયજી (સં. ૨૦૭૧). ૧૬ 9 - Page #5 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૩ પત્ર લખવાની એક શ્રાવક તરીકે મારી અનિવાર્ય ફરજ છે અને પ્રભુ શાસનના ત્રીજા અંગ “ શ્રાવક” તરીકે મારો હકક પણ છે જ. આ વિચારો મારા છે. હું ઘણા પૂજય ગુરુભગવંતો પાસે વંદનાર્થે જતો હોઉ છું. પૂજયશ્રીઓ સાથે એક શ્રાવક તરીકે શાસનના પ્રશ્નો અંગે ચર્ચાઓ પણ થતી હોય છે. પરંતુ આ વિચારો મારા છે. અન્ય કોઈ ગુરૂભગવંતોને આ વિચારો સાથે સાંકળવાનો વિચાર ન કરવા પ્રાર્થના. એક શ્રાવક તરીકે પ્રતિજ્ઞા પૂર્વક ફરી જણાવું છું કે આ વિચારો મારા છે અને વિચારોના પ્રકાશન | પ્રસારણ પછીની તમામ જવાબદારીઓ સ્વભાવિક રીતે જ મારી જ હોય. પત્ર લખવાની એક શ્રાવક તરીકે મારી અનિવાર્ય ફરજ છે અને પ્રભુશાસનના ત્રીજા અંગ શ્રાવક તરીકે મારો હકક પણ છે જ. શ્રાવકો પણ શાસનના પ્રશ્ન અંગે જાગૃત છે તે પણ આપ સૌએ સ્વીકારવું જોઈએ. છેલ્લાં ૩૦-૪૦ વર્ષથી શ્રાવકોએ મહદ્અંશે વિચારવાનું અને લખવાનું છોડી દીધું છે, વિચાર મંથન, શાસનના પ્રશ્નો અંગે ચિંતન જાણે શ્રાવકોનો વિષય જ નથી, એ સ્થિતિ ઉભી થઈ છે. આ બધું પૂજય આચાર્ય ભગવંતોનું કામ છે તેવું વલણ વિકસ્યુ છે એટલે કોઈ શ્રાવક કંઈ વિચારે, લખે તે તુરંત સ્વીકારી લેવાય તે સ્થિતિ નથી. માટે આ ખૂલાસો ના છૂટકે કરવો પડયો છે. હકારાત્મક પરિણામની આશા છે. હું દ્રઢપણે માનું છું કે કોઈપણ સંવાદ | વિચાર શત્રુંજયના પાવન પહાડ પર રોપાયેલાં આમ્રવૃક્ષ છે, તે વિકસે જ, વિસ્તરે જ. અને કોઈ ન વિકસે તો તે આમ્રવૃક્ષ રોપનાર કે શત્રુંજયની પાવન ધરતી નો દોષ નથી. કદાચ તેનું રક્ષણ કરનાર માળી નો દોષ હોઈ શકે. મને તો આમ્રવૃક્ષો રોપવાના પ્રયાસની તૃપ્તિ છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ પાના નં. ૪ તપાગચ્છાધિપતિશ્રીની હાજરી વિના સંમેલન? અનેકાનેક ગચ્છાધિપતિશ્રીઓ. વર્તમાન તપાગચ્છાધિપતિ પૂ.આ.ભ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. તેઓશ્રીની ઉમર અને નાદુરસ્ત તબિયતના કારણે પાલિતાણા મધ્યે મળી રહેલ સંમલેનમાં ઉપસ્થિત રહી શકે તેમ નથી. પૂજય તપાગચ્છાધિપતિશ્રી વિદ્યમાન હોવા છતાં તેઓશ્રીની અનુપસ્થિતિમાં સંમેલન મળે એ હકીકત સ્વીકારી શકાય જ નહી. આ પદને આપણે સૌ મળી ગૌરવહન અને બહુજ સ્પષ્ટ રીતે જણાવું તો “માત્ર નામ પૂરતું” કરી રહ્યા છીએ. આપણા અનેક પૂર્વાચાર્યોએ પોતાની ઉમર અને તબિયતના કારણો ઉપરાંત ઉમરના અંતિમ છેડે પોતાની આત્મસાધના માટે પાટપરંપરાનું પોતાનું પ્રથમ સ્થાન છોડી, પોતાના યોગ્ય શિષ્ય ને આ ભાર સોંપ્યો છે. તેરાપંથ સંપ્રદાયમાં હમણાંજ આચાર્યશ્રી તુલસી અને આચાર્યશ્રી મહાપ્રજ્ઞની આ પ્રશંશનીય પરંપરા બની છે. વર્તમાન ગચ્છાધિપતિશ્રી મહાગીતાર્થ છે. તેઓ તેઓની અનુપસ્થિતિમાં મળતા સંમેલનથી ઉભી થતી અત્યંત અયોગ્ય પરંપરા અટકાવી ન શકે ? અટકાવવી જ જોઈએ. પૂજયશ્રી આ પદ ગૌરવપૂર્ણ રીતે ત્યાગવા વિચારે તેવી પ્રાર્થના. પૂજય જગન્ચન્દ્રસૂરિજીના સમય થી આપણા ગચ્છનું નામ તપાગચ્છ થયું. તે પહેલાં અન્ય ગચ્છોના કે તપાગચ્છની પછીની પરંપરામાં માત્ર પાટપરંપરાએ આચાર્યશ્રી સ્થપાયા, સંઘનાયક થયા. તેમ જણાવાયું છે. કોઈ પટ્ટાવલિમાં તેઓશ્રી ગચ્છાધિપતિ થયા તેમ લખાયું - જણાવાયું નથી. વર્તમાન સમયે જે પૂજય આચાર્ય ભગવંતોના નામે સમુદાયો ઓળખાય છે - તે પૂજય આચાર્યશ્રી વિજયાનંદસૂરિ, પૂજય આચાર્યશ્રી ધર્મસૂરિ, પૂજય આચાર્યશ્રી નેમિસૂરિ, પૂજય આચાર્યશ્રી સાગરજી મહારાજ, પૂજય આચાર્યશ્રી સિધ્ધિસૂરિ, પૂજય આચાર્યશ્રી કેશરસૂરિ, પૂજય આચાર્યશ્રી નીતિસૂરિ, પૂજય આચાર્યશ્રી કનકસૂરિ (વાગડ), પૂજય આચાર્યશ્રી લબ્ધિસૂરિ, પૂજય આચાર્યશ્રી વલ્લભસૂરિ, પૂજય આચાર્યશ્રી દાનસૂરિ, પૂજય આચાર્યશ્રી પ્રેમસૂરિ આ તમામ મહાગીતાર્થ પૂજય આચાર્ય ભગવંતોએ પોતે કયારેય ગચ્છાધિપતિ શબ્દનો ઉપયોગ કર્યો નથી જ. આજે પણ કેટલાક સમુદાયો આ શબ્દનો ઉપયોગ નથી કરતા - વંદના. Page #7 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૫ હવે તો આ શબ્દ જાણે તેનો ગૂઢાર્થ અને ગૌરવ બંને ગુમાવી ચુકયો છે, “ગચ્છાધિપતિશ્રી શબ્દને જે રીતે રમાડાઈ રહ્યો છે તે ચિંતાજનક છે- - તપાગચ્છાધિરાજ- - તપાગચ્છાધિશ, શાસન શિરતાજ -- શાસન શિરોમણિ આદિ આદિ. અટકો, પૂજયશ્રીઓ. તપાગચ્છમાં એક ગચ્છાધિપતિ થતાં એ પદ અને શાસનનું ગૌરવ વધશે. અન્ય કોઈથી આ ગૌરવપ્રદ પદ ના શબ્દનો ઉપયોગ કરી શકાય નહી, કદાપિ નહી. (૩.૧) ગચ્છાધિપતિશ્રીની પસંદગી તેઓશ્રીની શાસ્ત્રનિષ્ઠા, ઉચ્ચતમ ચારિત્રપાલન અને વહીવટી ક્ષમતા ને લક્ષમાં લઈને ચર્તુવિધ શ્રી સંઘ દ્વારા થાય. (૩.૨) ગચ્છાધિપતિશ્રીની ઉમર ૬૫ વર્ષથી વધુ ન હોય. (૩.૩) ગચ્છાધિપતિશ્રીના પાવન પદે તે પૂજયશ્રી પાંચ વર્ષ માટે નિમાય. (૩.૪) એક સમુદાય માંથી પદારૂઢ થયેલ ગચ્છાધિપતિશ્રી નો પદારૂઢ સમય પૂર્ણ થાય ત્યારબાદ અન્ય સમુદાયમાંથી ગચ્છાધિપતિશ્રી ના પદે નિમણુંક થાય અને આ રીતે તમામ સમુદાયના ગીતાર્થ આચાર્ય ભગવંતોના વિચાર અને વહીવટનો શાસનને લાભ મળે. (૩.૫) અન્ય સમુદાયો પોતાના સમુદાયના યોગક્ષેમ અને શાસન પ્રભાવના માટે સમુદાય નાયક, સમુદાયાધિશ, સમુદાય સંવર્ધક... પદ પર પોતાના સમુદાયની સુયોગ્ય વ્યકિતને સ્થાપી શકે. Page #8 -------------------------------------------------------------------------- ________________ પાના નં. ૬ ચર્તુવિધ શ્રી સંઘનું સંમેલન, માત્ર શ્રમણ સંસ્થાનું નહી, ચર્તુવિધ શ્રી સંઘની એક વ્યવસ્થા, સ્થાયી સમિતિ, સતત થતું આકલન. શ્રત સંમેલનો અને પાછળનાં ત્રણ સંમેલનોમાં શ્રાવક સંઘની ઉપસ્થિતિ અને પ્રદાન છે. પણ પ્રભાવક નથી. પૂજય સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિ અને પ્રદાન ની કલ્પના જ થઈ શકતી નથી. શ્રમણ ભગવંતોના અગ્રસ્થાને પ્રભુએ ચર્તુવિધ શ્રી સંઘની સ્થાપના કરી, પ્રભુએ વ્યવસ્થા કરી છે. સ્વીકાર્ય જ હોય. સંવત ૧૯૯૦ ના ઠરાવોમાં ઠરાવ ૩ દ્વારા સંઘની સ્પષ્ટ વ્યાખ્યા એ સમયના મહાગીતાર્થ આચાર્ય ભગવંતોએ કરી છે. “ ચર્તુવિધ શ્રી સંઘને કરવા લાયક કાર્યોમાં શ્રી ચર્તુવિધ સંઘની મુખ્ય સત્તા છે.” ... કોઈ સાધુ/ સાધ્વી અત્યંત અનુચિત કાર્ય કરે તો તે સમયે શ્રાવક સંઘ ઉચિત કરી શકે છે પણ, આ સત્તાનો દુરપયોગ થવો ન જોઈએ.” પ્રભુએ ચર્તુવિધ શ્રી સંઘની વ્યવસ્થા કરી છે, હું આ વ્યવસ્થાને એક પવિત્ર કન્યાના મસ્તક પર ચાર સુવર્ણ કળશ તરીકે નિહાળું છું. સૌથી નીચે સોનાનો કળશ એટલે શ્રાવિકાઓ. આ પાયાના કુંભને હાનિ પહોંચી, તેને ગોબો પડયો, તે મસ્તક પરથી પડી ગયો તો બાકીના ત્રણ કુંભ -કળશ ટકી શકે ખરા? તેવું શ્રાવક કુંભ અને પૂજય સાધ્વીજી કુંભ માટે છે. એક પણ કુંભ / કળશ વિના બીજો કુંભ ગબડી જ પડવાનો, અવશ્ય ગબડી પડવાનો. શાસનની અત્યારે જે સ્થિતિ છે તેનાં મુખ્ય કારણમાં આ ચાર કુંભનું સંતુલન જોખમાયું છે. ઉપર નો કુંભ લાંબાગાળે ગબડી જ પડશે, જો નીચેના ત્રણેય કુંભને યોગ્ય સ્થાન નહી અપાય તો. અત્યારે શ્રમણ / પૂજય આચાર્યો ભગવંતો શ્રી સંઘના અગ્રસ્થાને નહીં પણ સર્વસ્વ સ્થાને બિરાજે છે. બાકીના ત્રણેય અંગોનો કશો જ ઉપયોગ થતો નથી, તે નગણ્ય બની રહ્યાં છે. આપણાં છેલ્લાં ત્રણ સંમેલનમાંથી (સંવત ૧૯૯૦-સંવત ૨૦૪૪) માં થી બે માં થયેલા એક પણ ઠરાવનો નેત્રદિપક અમલ થયો નથી. કારણ માત્ર એટલું જ કે આ ઠરાવોના અમલની મોટા ભાગની જવાબદારીઓ શ્રાવકોની હતી અને ઠરાવો કરતી વખતે શ્રાવકોને વિશ્વાસમાં લીધા વિના માત્ર ઠરાવ જણાવી દેવામાં આવ્યા. સંવત ૨૦૭૨ નું સંમેલન ચર્તુવિધ શ્રી સંઘનું સંમેલન બની રહેવું જોઈએ. જે કોઈ સાથે ચર્ચા થઈ તે સૌનું કહેવું છે કે કયા - કેટલા શ્રમણો હાજર રહે છે કે તેની પધ્ધતિજ નકકી નથી તો સકળ સંઘ માં થી આ પસંદગી કઈ રીતે થઈ શકે? આ અસંભવ છે, બની શકે જ નહીં. Page #9 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૭ પ્રયત્નો થી બધુ જ બની શકે. સંમેલનમાં પૂજય ગુરૂવર્યોની ઉપસ્થિતિનો પ્રશ્ન દર વખતે મથામણ બાદ પણ ઉકેલાયો છે, આ વખતે પણ ઉકેલાશે. ૧ પૂજય ગુરૂવર્યોમાં સમુદાયની કુલ સંખ્યાના પાંચ ટકા ગુરૂવર્યો હાજર રહે ૬૮૦૦ થી વધુ પૂજય સાધ્વીજી ભગવંતો છે, દરેક સમુદાયમાં સાધ્વીજીઓની સંખ્યાને લક્ષમાં લીધા વિના સમુદાય નાયક પોતાના સમુદાયનાં સાધ્વીજીઓમાંથી સંમેલન માટેની જરૂરી તમામ યોગ્યતાઓ ચકાસી ત્રણ સાધ્વીજી ભગવંતો પસંદ કરે. શ્રાવક સંઘ માં થી ૧ પ્રાચીન, કલ્યાણક તીર્થોના વહીવટકર્તાઓમાંથી (શત્રુંજય, શંખેશ્વર, દેલવાડા, આબુ, સંમેતશિખર, કુંભારીયા, પાવાપુરી, ક્ષત્રીયકુંડ, ગિરનાર, આદિ) ૨ ૨ જે શ્રાવકોએ સ્વ દ્રવ્યથી ભવ્ય જિનાલયો | તીર્થો સર્જયાં છે તેના વહીવટકર્તાઓ (પાવાપુરી, ભિનમાળ, ભેરુતારક, આદિ) (૧) ૩ સમસ્ત ભારતના જિનાલયોના વહીવટ કર્તાઓ (૨) દેવદ્રવ્ય અંગેના તમામ પ્રશ્નો અને ઉકેલો માટે ઉચિત કામ થશે. ૪ શ્રત રક્ષામાં કાર્ય કરતી સંસ્થાઓ જેસલમેર,પાટણ, ખંભાત, એલ.ડી. , કોબા, બાબુલાલ સરેમલ, શ્રુત ભવન, પ્રવચન શ્રુત તીર્થ, જિનશાસન આરાધના ટ્રસ્ટ આદિ. (૨) ૫ જ્ઞાનાભ્યાસ કરાવતા પંડિતો, ગ્રંથ પ્રકાશકો, પાઠશાળાના સંચાલકો, પાઠશાળાના પ્રતિષ્ઠિત શિક્ષકો, જૈન સાહિત્યકારો, જૈન પત્રકારો, વિદેશમાં જૈન ધર્મ પ્રચારકો ૨ ૬ સક્રિય જ્ઞાનભંડારના સંચાલકો. (૨) જ્ઞાન ક્ષેત્રના તમામ પ્રશ્નો ઉજાગર થશે અને ઉકેલવા માટે રસ્તાઓ શોધાશે. ૭ વૈયાવચ્ચ ક્ષેત્રે વર્ષોથી કામ કરતી સંસ્થાઓ (૨) ૮ પ્રાચીન - જુના ઉપાશ્રયોના ટ્રસ્ટીઓ (૨) ૯ ભારતભરના ઉપાશ્રયોના ટ્રસ્ટીઓ (૨) ૧૦ ભારતભરની પાંજરાપોળના ટ્રસ્ટીઓ (૨) ૧૧ સાધાર્મિક ક્ષેત્રે કામ કરતી સંસ્થાના પ્રતિનિધિઓ (૨) ૧૨ ધર્મશાળા ભોજન શાળાના ટ્રસ્ટીઓ (૨) ૧૩ શ્રાવિકાઓ જેમનું શાસનમાં ઘણા ક્ષેત્રે પ્રદાન છે તેવાં ૧૧ શ્રાવિકોઓને આમંત્રણ આપી શકાય જ. Page #10 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૮ પૂજય સાધ્વીજી, શ્રાવક, શ્રાવકાઓને હાજર રહેવા વકતે ઠરાવમાં મતદાન વિગેરના નિયમો બનાવી શકાય. કશા સામુદાયિક વળગણ વિના ૧૧ આચાર્ય ભગવંતો આ નામો નકકી કરે. શ્રી સંઘ અવશ્ય સ્વીકારશે. બધું હવે સાધુ ભગવંતો જ કરે તે સ્થિતિ બદલો. સાધુ ભગવંતોના અગ્રસ્થાને ચર્તુવિધ શ્રી સંઘ બધું કરે તે સ્થિતિનું નિર્માણ કરો. કાયમી સ્થાયી સમિતિ એક ગચ્છાધિપતિશ્રી, ૧૦ ગુરૂવર્યો, ૫ પૂજય સાધ્વીજી ભગવંતો, ૭ શ્રાવકો, અને ૫ શ્રાવિકાઓની એક સ્થાયી સંઘ સંચાલન સમિતિ કાયમી ધોરણે બને, આ સમિતિ શ્રી સંઘના તમામ પ્રશ્નોએ નિર્ણય લે, આ નિર્ણય સંઘ નિર્ણય બની રહે, આ સમિતિ સંમેલન માં થયેલા નિર્ણયોનું સતત મૂલ્યાંકન કરતી રહે, ઓછામાં ઓછા દર ત્રણ વર્ષે મળે, આ વ્યવસ્થા વિના હવે ચાલી શકે તેમ નથી. પસંદગી ના પ્રશ્નો આવશે. પ્રયત્નો અને નિષ્પક્ષતાથી તે પ્રશ્નો ઉકેલાશે. Page #11 -------------------------------------------------------------------------- ________________ પાના નં. સંમેલનનો એજન્ડા? નિર્ણય પધ્ધતિ? સંમેલનનું નેતૃત્વ? સંમેલનનું સંચાલન? આ દિવસોની સમગ્ર વ્યવસ્થા? (૧) એજન્ડા : વિશ્વની કોઈપણ સંસ્થા - યુનેસ્કો, ભારતની લોકસભા, રાજયની વિધાનસભા, સુમૂલ ડેરી, કે આપણા કોઈપણ સંઘની મીટીંગમાં ઘણા દિવસ પહેલા, મીટીંગમાં ઉપસ્થિત રહેનાર સૌ અને સંસ્થાની સાથે કોઈપણ રીતે સંકળાયેલ વ્યકિતઓ - લાભાર્થી (Stake Holders) ને મીટીંગમાં ચર્ચા માટે અને ચર્ચાને અંતે નિર્ણયો લેવા માટે વિગતવાર એજન્ડા મોકલાય છે. મીટીંગ | મિલન | સંમેલનો માટે આ પ્રસ્થાપિત નિયમ છે. સં. ૨૦૭૨ ના સંમેલન માટે તારીખ નિશ્ચિત થઈ છે. એજન્ડા - શું ચર્ચવું? નિશ્ચિત કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ નથી, કોણ નકકી કરે તે જ નકકી નથી. કપા કરી વિસ્તૃત એજન્ડા શાસન સમક્ષ મૂકો, જેથી ચર્તુર્વિધ શ્રી સંઘના તે એજન્ડા અંગેના અભિપ્રાય મળી શકે, પરસ્પર સંવાદ શરૂ થાય અને એક સુનિશ્ચિત વાતાવરણ ઊભું થાય. એજન્ડા ની વિચારણા માટે મોટા શહેરોમાં ગુરૂવર્યોની ઉપસ્થિતિમાં માત્ર શ્રાવકો - ટ્રસ્ટીઓ ની મીટીંગ બોલાવી શાસનના પ્રશ્નો સમજવાનો પ્રયાસ થયો છે, અનુમોદના. આ પ્રશ્નો, રજુઆતોની ગુરૂવર્યોએ તૈયાર કરેલ નોંધ કોઈ શ્રાવકોને બતાવવામાં આવી હોય કે કોઈ સભાએ આ નોંધ મંજુર કરી હોય તેવું જણાયું નથી. આ નિશ્ચિત નિયમોનો ભંગ છે, અને તેનાં બીજાં અનેક ભયસ્થાનો પણ છે. (૨) નિર્ણય - ઠરાવની પધ્ધિતિ: સંમેલનમાં ચર્ચા - સંવાદ બાદ જે નિર્ણય લેવાય તે સાદી બહુમતીથી, ૨/૩ બહુમતીથી કે સર્વાનુમતે થશે તે અંગે નિર્ણય લેવાયો છે? તે અંગે નિર્ણય લેવાવો જોઈએ અને જાહેર થવો જોઈએ. શ્રેષ્ઠ પધ્ધતિ સર્વાનુમતિ ની છે, પણ તે શકય ન હોય તો, અધિકૃત રીતે હાજર સભ્યોના ઓછામાં ઓછા ૮૦% થી ઠરાવ પસાર કરવા જોઈએ, આમ થશે તો જ નિર્ણયો લઈ શકાશે અને તેનો પૂર્ણ અમલ થઈ શકશે. જે કોઈ આ ઠરાવ સાથે સંમત ન હોય તેમના નામ અને ઠરાવના વિરોધનાં કારણો વિસ્તૃત રીતે નોંધવાં જોઈએ જેથી ભવિષ્યમાં આ અંગે ઉભા થતા પ્રશ્નોનું પણ નિવારણ થઈ શકે. Page #12 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૧૦ (૩). ' (૫) ઠરાવ પધ્ધતિના નિયમ અંગે સૌની સંમતિ અનિવાર્ય પણે હોવી જોઈએ. હાજર રહેવાના નિયમો: સંમેલનમાં કયા સમુદાયના કુલ કેટલા ગુરૂભગવંતો ઉપસ્થિતિ રહી શકે તે અંગે નિયમો બનાવવા અત્યંત જરૂરી છે. અહી આચાર્ય ભગવંતોની સંખ્યા નહી, કુલ ગુરૂ ભગવંતોની સંખ્યા ધ્યાનમાં લેવા યોગ્ય છે. સમુદાયના કુલ ગુરૂ ભગવંતોની સંખ્યાના ૫% ગુરૂ ભગવંતોનો સમાવેશ કરવા યોગ્ય છે. આ સંખ્યામાં પદસ્થો અને અથવા મુનિ ભગવંતો પણ ઉપસ્થિત રહી શકે તે રીતે નિયમ બનાવી શકાય. નેતૃત્વ : પૂજય તપાગચ્છાધિપતિશ્રી સંમેલનમાં ઉપસ્થિત રહેનાર નથી. ત્યારે સંમેલનના નેતૃત્વનો નિર્ણય લેવાયો છે ? આજ સુધી આ અંગે કોઈ નિર્ણય નથી થયો, તુરંત થાય તે જરૂરી છે. જેથી સંમેલનની સમગ્ર કાર્યવાહીનું પૂરેપુરું સંકલન થઈ શકે. સંચાલન : સંવત ૨૦૪૪ ના સંમેલનમાં ગચ્છાધિપતિ પૂ.આ.ભ.શ્રી રામસૂરિજી મ.સા. સંમેલનના અધ્યક્ષ હતા, નેતૃત્વ સંભાળ્યું હતું, અને પૂરા ગૌરવથી નિભાવ્યું હતું. સંમેલનનું રોજેરોજનું સંચાલન પૂ.આ.ભ.શ્રી ૐકારસૂરિજીએ પ્રભાવક રીતે નિભાવી જાણ્યું. સંવત ૨૦૭૨ ના સંમેલન સમયે નેતૃત્વ અને સંચાલન અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. આ નિર્ણય જેટલા ઝડપથી લેવાશે સંમેલન તેટલીજ ઝડપથી સફળતા તરફ દ્રઢ પગલાં માંડશે. સંવત ૧૯૯૦ અને સંવત ૨૦૧૪ ના સંમેલન માં સંમેલનના અધ્યક્ષ કે સંચાલક અંગે કોઈ સ્પષ્ટતા નથી. સંવત ૧૯૯૦ ના સંમેલનના પ્રથમ દિવસે આ અસ્પષ્ટતાના કારણે બે પૂજય આચાર્ય ભગવંતોએ માંગલિક સંભળાવ્યાં હતાં. આ પહેલાં પટણા વાચના અને તે પછીનાં શ્રુતરક્ષાનાં સંમેલનમાં માત્ર અધ્યક્ષીય નિશ્રા હતી. એક પૂજયશ્રીની અધ્યક્ષતા અને સંચાલનથી પણ સંમેલન થાય તે પરંપરા છે અને સંવત ૨૦૪૪ ની પરંપરા પણ છે, નિર્ણય લેવાનો સમય થઈ ગયો છે. વ્યવસ્થા : પાટણી (પટના) વાચનાથી વલભીપુર વાચના સુધીની - પ વાચનાઓ મુખ્યત્વે શ્રુતરક્ષા માટે હતી અને તે તમામ સંમેલનોમાં શ્રી સંઘે ભજવેલી અગત્યની ભૂમિકાના સ્પષ્ટ ઉલ્લેખ છે. પૂજય ભદ્રબાહુસ્વામીજી ને પૂ.સ્થૂલભદ્રસૂરિજી ને પૂર્વનો અભ્યાસ કરાવવાની આજ્ઞા શ્રી સંઘે કરી હતી, વલભીપુરમાં પ00 આચાર્ય ભગવંતોને ખૂબ લાંબા સમય સુધી શ્રી સંઘે આપેલી સેવાઓ, શ્રત અક્ષરારૂઢ થયા બાદ તેના રક્ષણ માટે યોગ્ય સ્થળોની શોધ શ્રી સંઘે કરી હતી. Page #13 -------------------------------------------------------------------------- ________________ પાના નં. ૧ ૧ સંવત ૧૯૯૦, સંવત ૨૦૧૪, સંવત ૨૦૪૪ ના સંમેલનોમાં પણ શ્રીસંઘ ની ભૂમિકા છે, છે જ. પણ પ્રતિ સંમેલન તેનું મહત્વ ઘટતું ગયું છે. અને અહીંથી જ ચર્તુવિધ શ્રીસંઘ ની પ્રભુ આજ્ઞાને બદલે ચર્તુવિધ સંઘ એટલે માત્ર ગુરૂભગવંતો એવું એક અણગમતું ચિત્ર ઉભુ થયું છે. ગુરૂભગવંતો ચર્તુવિધ શ્રી સંઘના અગ્રસ્થાને છે, છે જ, રહેવા જોઈએ, એ પ્રભુ આજ્ઞા છે, સૌ સ્વીકારેજ. પણ ચર્તુર્વિધ શ્રી સંઘના બાકીના ત્રણ અગત્યના અંગનું અત્યારે ખરેખર અસ્તિત્વ છે ખરું? સંવત ૨૦૭૨ નાં સંમેલનમાં ચર્તુર્વિધ શ્રી સંઘની કોઈ ભૂમિકા અત્યારે જણાતી નથી. હોવી જ જોઈએ. સંવત ૨૦૭૨ નું સંમેલન વર્તમાન સમયની સંચાર / પ્રચાર/પ્રસાર વ્યવસ્થાના કારણે ખૂબ પ્રચાર-પ્રસાર પામશે. માટે પ્રેસ, પત્રકારોને સત્તાવાર સમાચાર મળે અને કોઈ અનિચ્છનીય તત્ત્વો, સમાચાર કે અપપ્રચાર દ્વારા આ મહાસંમેલનને અન્ય દિશામાં ન દોરી જાય તે માટે સુદ્રઢ વ્યવસ્થા થઈ છે? પાલિતાણા મધ્યે આ સંમેલનમાં પધારતાં પૂજય સાધ્વીજી ભગવંતો, શ્રાવકો, શ્રાવિકાઓ માટે જરૂરી વ્યવસ્થાઓ વિચારાઈ છે? વ્યવસ્થાના અનેકાનેક પ્રશ્નો છે. વ્યવસ્થા સફળતાનું પ્રથમ સોપાન છે, વ્યવસ્થાનો અભાવ સફળતાના અભાવ ની અશુભ શરૂઆત છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૧૨ સત્તાવાર પ્રચાર વ્યવસ્થા આગળનાં પાનાઓએ જે કંઈ લખાયું છે તે કોઈ સત્તાવાર પ્રચાર, જાણ વ્યવસ્થાના અભાવે કર્ણોપકર્ણ વાતો, અફવાઓ, ધારણાઓ તેમજ પૂજય ગુરૂભગવંતોને મળતા જે અસંતોષ, અકળામણ તેઓ પાસે જણાયાં તેના આધારે લખાયું છે, જે કંઈ લખાયું છે તે અંગે કોઈ બાબતે કિંઈક પ્રગતિ થઈ હશે, પણ ચર્તુવિધ સંઘને આ પ્રગતિની કોઈ જાણ નથી. એક અધિકૃત સમાચાર વ્યવસ્થા તુરંત ઊભી થવી જ જોઈએ, આગળના તમામ સંમેલનો નો અને આજનો યુગ અલગ છે. સંવત ૧૯૯૦ ના સંમેલનમાં અખબારોમાં આવતા બિનઅધિકૃત સમાચારો અંગેની ચર્ચામાં સમય ખૂબ સમય વેડફાયો છે. આજે એક સત્ય કે અસત્ય ક્ષણ માત્રમાં અગણિત લોકો પાસે પહોંચી જાય છે અને તે કલ્પનાતીત લાભ કે હાનિ પહોંચાડે છે. (૧) સત્તાવાર વેબસાઈટ : munisanmelan2072.com કે આવું કોઈ નામ ધરાવતી એક વેબસાઈટ સત્વરે બનાવી શકાય. આ વેબ પર સંમેલન અંગેની તમામ માહિતી અધિકૃત વ્યકિતની સહીથી મૂકી શકાય, ઓડિયો | વિડિયો મૂકી શકાય અને અનેક ચર્ચા વિચારણાઓ આ વેબસાઈટ પર થઈ શકશે. અત્યારથી આ વેબસાઈટ શરૂ થશે તો શ્રી સંઘને તેની આદત થઈ જશે, અન્ય કોઈ પ્રચારની કે અપપ્રચારની કે અફવાઓની કોઈ અસર થશે નહીં. (૨) વોટ્સએપ ગૃપ : વેબસાઈટ વિસ્તૃત માહિતી, વિચારણા માટે છે. પણ સતત હાથમાં અને સાથમાં રહેતું સાધન છે મોબાઈલ, તેનો ઉપયોગ સમાચાર | માહિતી માટે શરૂ થવો જોઈએ. સ્માર્ટફોન નો ઉપયોગ કરી વોટ્સએપ ગૃપ બનાવી શકાય. સત્તાવાર ફોન નંબર પરથી તે ગૃપને આવતો મેસેજ અધિકત બની રહેશે. દા.ત. સત્તાવાર ફોન નંબર ૦૯૮૨૫૧૫૬૭૮૯ પર અમદાવાદના તમામ શ્રી સંઘોના બે ત્રણ ગૃપ બનાવી શકાય. અમદાવાદના દરેક શ્રીસંઘ ના ટ્રસ્ટીઓ પોતાના એક ટ્રસ્ટીને આ ગૃપમાં સામેલ થવા કહેશે. ગૃપના તે ટ્રસ્ટીના ફોન નંબર થી આ મેસેજ આગળ ફોરવર્ડ થશે. Page #15 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૧૩ એક સત્તાવાર ફોન પ૦ ગૃપ સરળતાથી સાચવી શકે. એટલે એક ફોન પરથી વધમાં વધુ ૧૫ મિનિટ માં ૨૫૦૦ શ્રી સંઘને આ માહિતી પહોંચશે. ૨૫૦૦ ટ્રસ્ટીઓ ક્ષણભરમાં આ માહિતી ૨૫૦૦૦ સંઘ સભ્યોને આપી શકશે, ગુણાકાર થતો રહેરો. ૫ ફોન, ૫ ઝોન, ૧૨૫૦૦ અધિકૃત સમાચાર, કાંય અફવાઓને સ્થાન નહીં મળે. આ અંગે ખૂબ વિસ્તૃત વિચારણા થઈ શકે તેમ છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૧૪ ભૂમિકા - સંમેલનોનો ઈતિહાસ. પ્રભુ મહાવીરના નિર્વાણ બાદ પ્રથમ પાટની (પટણા) વાચના થી છેલ્લી વલભીપુર વાચના સુધીમાં પાંચ સાધુ સંમેલન મુખ્યત્વે શ્રુતરક્ષા અને છેલ્લું - વલ્લભ સંમેલન શ્રુતને અક્ષરારૂઢ માટે થયાં. ત્યાં મતભેદ હતા, પણ હર્ષિત થવાય તેવા મતભેદ, પ્રભુ વાણી માં કશો પણ મતભેદ ન ર તે માટે મથામણના મતભેદ, પરિણામ શ્રેષ્ઠ આવ્યું, પ્રભુની વાણી, પ્રભુની આજ્ઞાઓ, આપણને શુધ્ધ વિશુધ્ધ રૂપે મળી. આ સંમેલનો માં ચર્તુવિધ શ્રીસંઘની ભૂમિકા સ્પષ્ટ પણે હતી જ. જયારે ભદ્રબાહુસ્વામીજીએ પૂર્વોના અભ્યાસ કરાવવા માટે પટણા આવી શકવાની અશકિત દર્શાવી ત્યારે શ્રીસંઘે આજ્ઞા કરી અને પૂ.સ્થૂલભદ્રસૂરિ આદિ ને નેપાળ પૂજય ભદ્રબાહુસ્વામી પાસે મોકલી અભ્યાસ / વાચના અપાવી જ હતી. વલ્લભીમાં ૫00 પૂજય આચાર્યોને પરિવાર સહિત ખૂબ લાંબો સમય શ્રીસંઘે સેવા આપી, લખાયેલ શ્રત ની રક્ષા / સાચવવાનું કાર્ય શ્રીસંઘે સુપેરે સંભાળ્યું. (૨) સંવત ૧૯૯૦ નું સંમેલન : વલ્લભી સંમેલન બાદ લગભગ ૧૫૦૦ વર્ષ સુધી કોઈ સંમેલનનો ઈતિહાસ પ્રાપ્ય નથી. - સંવત ૧૯૭૨ માં થયેલ સંમેલન પૂર્ણ સંમેલન હતુ? સંવત ૧૯૯૦ માં અમદાવાદ મધ્યે પૂજય સાધુ સંમેલન મળ્યું. તે સમયનાં કારણોમાં દેવદ્રવ્ય અંગે ઉભા થયેલા વિવાદો, બાળદીક્ષા અંગે ઘડાઈ ગયેલા કે ઘડાનારા કાયદાઓ, આચાર્યો ને સંઘ બહાર મુકવાના બનાવો, ખરા પટ્ટધર કોણ ના વિવાદો, વાતાવરણ ક્ષોભજનક હતું, કંઈક કરવું અનિવાર્ય હતું, અંતે સંમેલનનો નિર્ણય લેવાયો. સંવત ૧૯૯૦ ફાગણ વદ ત્રીજ રવિવાર તા.૦૪-૦૩-૧૯૩૪ નો દિવસ નકકી થયો. અમદાવાદ ના નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈ ની સહી થી આમંત્રણ અપાયાં. આ સંમેલન અમુક પક્ષના કહેવાથી બોલાવાયું છે તેવી શંકાઓ નો પ્રથમથી જ પ્રારંભ થયો. તે સમયનાં જૈન પત્રો “જૈન”, “વીરશાસન" વિગેરેમાં વિવાદો શરૂ થયા. સમાચાર પત્રોએ પણ જાત-જાતની વાતો | અફવાઓ ફેલાવવામાં અગત્યનો હિસ્સો મેળવ્યો. અનેક પ્રશ્નો હતા, સાધ્વીજીઓની આ સંમેલનમાં કોઈ ભૂમિકા કેમ નહી ? તે અંગે ખૂબ વિવાદો થયા. તે અંગે લેખો લખાયા. એક લેખનો થોડો ભાગ આપુ છું. “હજી પણ સંમેલનના સંચાલકો સાધ્વીજીઓને આમંત્રણ આપી શકે છે. ભગવાન મહાવીરે તો ચર્તુવિધ સંઘ માં સાધ્વીજીઓને સ્થાન આપી તેમને ઉચિત પદે સ્થાપેલ છે. પરંતુ આપણા સંમેલનના સંચાલકો પ્રભુ મહાવીરે નિયત કરેલ સ્થાન પરથી સાધ્વીઓને ઉથલાવી પાડી તેને સ્થાન ભ્રષ્ટ કરી ભગવાનની આજ્ઞા ઉથાપવા માંગતા હોય તો ભલે ઉથાપે ”. ખૂબ નિવેદનો થયાં, ખૂબ વિવાદ થયા, પણ અંતે સંમેલન મળ્યું. ૩૪ દિવસ ચાલ્યું. Page #17 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૧૫ સંમેલનની કાર્યવાહી (સં.૧૯૯૦). પ્રથમ દિવસ - સારાંશ મુખ્યત્વે આજે બે મુદ્દા પર ચર્ચા ચાલી. વિષય વિચારણી સમિતિ (એજન્ડા) નિમવી કે નહી અને અનશન શાસ્ત્રીય કે અશાસ્ત્રીય (પૂજય શાંતિવિજયજીના કેસરીયાજી તીર્થ રક્ષા માટે અનશન ના અનુસંધાને) બે માંથી એક પણ પ્રશ્નનો નિવેડો લાવી શકાયો નહી. બીજો દિવસ - સારાંશ આજનો દિવસ પણ લગભગ કંઈ કાર્ય કર્યા વિના વ્યતીત થયો. વિષય વિચારણી સમિતિ નિમવા અંગે અને વર્તમાન પત્રોમાં પ્રગટ થતા સમાચારો પર અંકુશ મેળવવા અંગે ચર્ચાઓ થઈ. કેઈ પરિણામ કે નિવેડો ન આવ્યો. ત્રીજો દિવસ - સારાંશ લગભગ ૮૦ જેટલા પ્રતિનિધિઓની એક સાધુ મંડળીને વિષયો (એજન્ડા) નકકી કરવા અને તે અંગેના ઠરાવ કરવા કામ સોંપવામાં આવ્યું. આ મંડળીએ જે ઠરાવો સર્વાનુમતિથી પાસ થાય તે જ પસાર થયેલા જાહેર કરવા. ચોથો દિવસ - સારાંશ મુખ્યત્વે બે ઠરાવો ચર્ચાયા. જેમાં પ્રથમ ઉદેપુરના મહારાણાશ્રીને કેસરીયાજી તીર્થ અંગે પત્ર લખવાનો ઠરાવ સર્વાનુમતે પસાર થયો. બીજો ઠરાવ શાંતિવિજયજીના અનશન અંગે અભિનંદન આપવાના ઠરાવે ગંભીર સ્વરૂપ લીધુ, કંઈ થયું નહિ. પાંચમો દિવસ - સારાંશ ૩૦ સાધુઓની ચુંટણી અને તેમના હાથમાં કારોબાર સોંપવાનો નિર્ણય થયો. (૮૦ પ્રતિનિધિ ના બદલે હવે ૩૦ થયા). છઠ્ઠો દિવસ - સારાંશ “હું જોઈ લઈશ” ની ધમકી, ઓઘો કપડાં છીનવી લેવાના બનાવો.... નવમો દિવસ - સારાંશ “ નાન્ય” શબ્દની ચર્ચામાંજ આખો દિવસ પસાર થયો. દસમો દિવસ - સારાંશ બાળ' કોને કહેવાય તેની ચર્ચા થઈ. અગિયારમો દિવસ - સારાંશ શ્રાવકોને સંમેલનમાં બેસાડવામાં આવે કે કેમ તેની ચર્ચા થઈ. ચૌદમો દિવસ - સારાંશ ખરડો એટલેકે એજન્ડા ઘડનારી ચાર સભ્યોની સમિતિ ની રચના થઈ. (૮૦ માં થી ૩૦, ૩૦ માંથી હવે ૪) Page #18 -------------------------------------------------------------------------- ________________ (૩) પાના નં.૧૬ સત્તરમો દિવસ - સારાંશ ચાર સભ્યોની સમિતિએ અગિયાર બાબતોનો એજન્ડા રજુ કર્યો. (૧) શ્રમણ સંઘની વ્યાખ્યા :- શ્રમણ પ્રધાન જે સંઘ તે શ્રમણ સંઘ. સાધુ છે પ્રધાન જેમાં તેવો સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ. ચતુર્વિધ સંઘ પૈકીના શ્રાવકોની યોગ્ય સલાહ લેવામાં સાધુઓને વાંધો હાવો જોઈએ નહી. ચોત્રીસમો દિવસ - સારાંશ ચોત્રીસ દિવસના મનોમંથન પછી અગિયાર ઠરાવો થયા. સ્પષ્ટ પણે કહીએ તો આ ઠરાવો માત્ર માર્ગદર્શક ઠરાવો હતા. આ ઠરાવોમાં કયાંય આજ્ઞા, આદેશ નથી. દીક્ષા અને દેવદ્રવ્ય સિવાયના નવ ઠરાવ માત્ર ઠરાવ જ હતા. આ ચોત્રીસ દિવસમાં ચર્ચાયેલ, ખાસ કરીને દેવદ્રવ્ય અને બાળદીક્ષા તેમજ કેટલેક અંશે તિથિ અંગે જે ચર્ચાયું અને જે બીજા રોપણ થયું - શાનું બીજા રોપણ થયું તે ભવિષ્યે કહ્યું જ છે. સંમેલન બીજા રોપણ માટે સફળ રહ્યું. સંવત ૨૦૧૪ નું સંમેલન : સં.૨૦૧૪ વૈશાખ સુદ ત્રીજ મંગળવાર તા.૨૨-૦૪-૧૯૫૮ ના રોજ તપગચ્છ મુનિસંમેલન માટે શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈ ૩૨ પૂજય ગુરૂભગવંતોને આમત્રણ આપેલ ( ૧૫ પૂજય આચાર્ય ભગવંતોને આમત્રણ નહિ આપવાનો અને આ સંમેલન પણ અમુક પક્ષે બોલાવ્યું છે તેવા વિવાદ થી આ સંમેલનની શરૂઆત થઈ). પહેલા જ દિવસે શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈ એ જણાવ્યું “ આપણા જૈન સંઘમાં ચાર અંગો કરેલાં છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. આ જાતનો ચર્તુવિધ સંઘ પોતાની આમન્યાઓમાં રહી વર્તે એ અતિ અગત્યનું છે. એ મહા દુઃખની વાત છે કે આજે ચારેય સંસ્થાઓમાં ભારે ચિરાડો પડી છે તે રોકવામાં નહી આવે તો જૈન ધર્મનું ભાવી જોખમાશે.” ૧૫ દિવસના આ સંમેલનમાં શેઠ શ્રી કેશવલાલે ખૂબ સક્રિય ભૂમિકા નિભાવી. તમામ બેઠકોમાં હાજર રહ્યા તે અંગે પણ વિવાદો અને દોષારોપણ થયાં. આ સંમેલનમાં માત્ર એકજ મુદ્દો ચર્ચવાનો હતો, તિથિ ચર્ચા- ખૂબ ચર્ચાયો. ચાલુ ચર્ચાએ અમુક પૂજય ગુરૂવર્યો સંમેલન છોડી ગયા. થોડા બેસી રહ્યા. સંમેલન વધુ વિવાદ, વધુ કડવાશ, વધુ કટ્ટરતા સાથે સમાપ્ત થયું, કશાજ નિર્ણય કે ઠરાવ વિના. Page #19 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૧૭ (૪) સંવત ૨૦૪૪ નું સંમેલન ઃ પૂજય આ.ભ.શ્રી હિમાંશુસૂરિ નાં આયંબીલ, પૂ.આ.ભ.શ્રી ભદ્રંકરસૂરિનો નાનકડો પત્ર અને સંવત ૨૦૪૨ ના પરંકને માન્યતા આપનારા શ્રમણોનું મિલન કરવાનું હતું. મિલન વખતે જિનશાસનના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરવાની પૂજય આચાર્ય શ્રી ભદ્રંકરસૂરિ ની ભાવના હતી. સંવત ૨૦૪૨ ના પટ્ટકના પૂજય આચાર્ય ભગવંતો સમક્ષ તેઓશ્રીએ આ ભાવના વ્યકત કરી. સૌ પૂજય આચાર્ય ભગવંતો આવ્યા, કેટલાકે પ્રતિનિધિ મોકલ્યા અને સં.૨૦૪૪ માં બધાનું અમદાવાદ પંકજ સોસાયટી મધ્યે ચૈત્ર સુદ છઠે મિલન થયું. જિનશાસનના અન્ય કામોની પણ વિગત જાણી અમદાવાદ સ્થિત અન્ય પૂજય ગુરૂભગવંતોને પણ વિનંતી થતાં સૌ ચૈત્ર સુદ દશમના રોજ પંકજ સોસાયટીના ઉપશ્રયે મળ્યા. ઓળીના દિવસો પૂર્ણ કરી ફરી ચૈત્ર વદ બીજ ના મળ્યા. આ સંમેલનમાં ૨૧ ઠરાવો થયા. આ ઠરાવો પણ માત્ર માર્ગદર્શક ઠરાવ હતા, ક્યાંય આજ્ઞા કે આદેશ નથી. દેવદ્રવ્ય અંગે ખૂબ વિગતે સ્પષ્ટતાઓ થઈ. ઠરાવોના અમલીકરણ માટે કોઈ વ્યવસ્થિત આયોજન કે નિયોજન થયું નથી. લગભગ એક પણ ઠરાવ અંગે આગળ કાઈ જ કાર્યવાહી થઈ નથી. દા.ત. ઠરાવ ૧. સામુદાયિક વાચના :- થોડાક જ સમુદાયોમાં આનંદિત થઈએ તે રીતે વાચના થાય છે. ઠરાવ ૨. મુનિજીવનનો પ્રારંભિક પાઠયક્રમ :- કોઈજ અધિકૃત સર્વમાન્ય પાઠયક્રમ આજ સુધી નથી. ઠરાવ ૩. મુમુક્ષુ ભાઈ બહેનો માટે વિદ્યાપીઠ :- કંઈક થયુ નથી. ઠરાવ ૪. પાઠશાળાના સર્વાંગીણ વિકાસ માટે વિચારણા :- કશું જ થયુ નથી. ઠરાવ ૫. સ્પંડિલ માત્ર પરઠવા અંગેઃ- કશું જ વિચારાયું નથી. ઠરાવ ૬. વૃધ્ધ અને ગ્લાન સાધુ-સાધ્વીઓનો સ્થિર વાસ :- કોઈ જ પ્રગતી નથી. ઠરાવ ૭. સાધ્વી વૃંદની જ્ઞાનાદિક પુષ્ટિ :- કોઈ જ વ્યવસ્થિત આયોજન નથી. ઠરાવ ૮. શ્રાવકોની મધ્યસ્થ સમિતિ - કયાં છે ? : ઠરાવ ૯. આચાર્ય ભગવંતોની પ્રવર સમિતિ ઃ- છે ? છે તો તેના કાર્યની કોઈ માહિતી શ્રીસંઘ ને નથી. ઠરાવ ૧૦, રાજકારણમાં જૈનોનો પ્રવેશ - ? ? ? : ઠરાવ ૧૧. જીર્ણમંદિરોના જીણોદ્ધારની પ્રેરણા :- નવાં બને છે. ઠરાવ ૧૨. દેવદ્રવ્યની વ્યવસ્થા ઃ- આ એક ઠરાવ થયો, સ્પષ્ટ થયા, અને પળાય છે. ઠરાવ ૧૩. ગુરૂદ્રવ્યની વ્યવસ્થા ઃ- આ ઠરાવ થયો, સ્પષ્ટ થયો, પળાય છે. તિથિ અંગે થયેલો ઠરાવ છેલ્લાં ૯૦-૧૦૦ વર્ષથી ચાલતી કડવાશનો શ્રેષ્ઠ ઉકેલ હતો. અને એકાદ અપવાદ બાદ કરતાં તમામ સમુદાયો સ્નેહી બન્યા અને એટલે જ તિથિ, દેવદ્રવ્ય અને ગુરૂદ્રવ્ય અંગે થયેલા ઠરાવોને કારણે આગળનાં બંને સંમેલનો કરતાં સં.૨૦૪૪ નું ખૂબ સફળ રહ્યું તેમ નિર્વિવાદ કહી શકાય. Page #20 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૧૮ બાકીના ઠરાવ માર્ગદર્શક ઠરાવો છે. આ સંમેલનની અદ્દભૂત ફલશ્રુતિ એટલે પરસ્પર સ્નેહ, આદર, પૂજયભાવનો હર્ષિત થઈ જઈએ તેટલો વધારો. સદીથી ઘણા પ્રશ્નો ઉકેલાયા નથી, ઉભા જ છે, પણ ઉકેલ માટે સ્નેહથી મળી શકાય તેવું સદ્ વાતાવરણ અવશ્ય નિર્માયું. સંમેલનના ચાર આધારસ્તંભ, પૂજય આચાર્યશ્રી રામસૂરિજી, પૂજય આચાર્યશ્રી ૐકારસૂરિજી, અને પૂજય આચાર્યશ્રી હિમાંશુસૂરિ અને પૂજય આચાર્યશ્રી ભદ્રંકરસૂરિજી આજે આપણી વચ્ચે નથી. તેઓ સૌ વિદ્યમાન હોત તો ઘણું કરી શકયા હોત. પણ તેઓએ અમૃત સિંચ્યું છે આપણામાં, હવે આપણી જવાબદારી છે. સંવત ૨૦૪૪ ના સંમેલનની સ્નેહ સફળતાના આ ચાર આધાર સ્તંભો પર ઉપસ્થિત | અનુપસ્થિત તમામ ગુરૂવર્યોએ પૂર્ણ વિશ્વાસ થી તે સ્તંભો પર હેતનો માંડવો રચ્યો. અને તેથી જ આપણે સફળ થયા. સૌ સાથે હોય તેને સંગાથ કહેવાયો છે. આગળનાં બે (સં.૧૯૯૦-સં. ૨૦૪૪) માં ઠરાવો થયા છે. ઠરાવોના અમલ માટે કોઈ જ આયોજન થયું નથી. ઠરાવોનું શું થયું તેનું પાછળથી કોઈ ફોલોઅપ થયું જ નથી. જો ઠરાવોથી બધુ થઈ જવાનું હોય તો હું સંવત ૨૦૭૨ ના સંમેલન માટે એક ઠરાવ મુકું છું. “હવે આ સમગ્ર વિશ્વ જૈન ધર્મનું અનુયાયી બને તેવા પ્રયત્નો કરવા.” આ ખૂબ લાંબી ભૂમિકા ના કારણો આપ સૌ સમજી શકશો. આ ત્રણ સંમેલનોનો અનુભવ, કારણો, આપણા માટે પથદર્શક છે. આ સંમેલનોએ સ્પષ્ટ કર્યું છે કે શું થવું જોઈએ અને શું ન જ થવું જોઈએ. Page #21 -------------------------------------------------------------------------- ________________ પાના નં. ૧૯ સ્પષ્ટ ઉત્તર / ઉકેલ માંગતા પ્રશ્નો - ભૂમિકા. કોઈપણ પ્રશ્ન અને તેના જવાબ | ઉકેલ | નિકાલ ની ત્રણ સ્થિતિનો ગહન વિચાર કરવો પડશે. (૧) પ્રશ્નને પૂરા હાઈથી સમજવો. (૨) તેના જવાબ માટે તલસ્પર્શી વિચારણા કરી જવાબ માટે પૂર્ણ આયોજન કરવું અને આવનાર પરિણામોનો પૂરો વિચાર કરવો. (૩) નિર્ણય ના અમલ માટે સ્પષ્ટ આયોજન કરવું. અહીં લગભગ ૧૭ થી વધુ અગત્યના પ્રશ્નો ચર્ચાયા છે. અહીં માત્ર પ્રશ્નોનો ખૂબ ટુંકો નિર્દેશ અને પરિણામો વિશે થોડું લખાયું છે. ઉકેલ પધ્ધતિ ખૂબ લાંબી ચર્ચા માંગે તેમ છે. લગભગ તમામ પ્રશ્નો વિશે પૂરેપૂરું ચિંતન રજૂ કરવું શકય નથી. યોગ્ય સ્થળે થઈ શકે. પ્રશ્નો છે, ઉકેલના માર્ગો છે, ચર્ચા પ્રારંભીએ, સુપથ મળતા જ રહેશે. આપણું ધ્યેય સ્પષ્ટ હોય તો જ, તેને સામે રાખીને કરેલી ગતિ સાર્થક બને છે, એ ગતિ પ્રગતિમાં રૂપાંતર પામે છે. ધ્યેયની સ્પષ્ટતા અને તે પછી, તે માટેના પુરુષાર્થનું સાતત્ય જરૂરી છે. આ સરળ નથી, તેમાં વિદન આવે તો પણ તે ધ્યેયનો વિકલ્પ ન સ્વીકારવો, ધ્યેય પ્રાપ્તિની તીવ્રતા એ વિનોને વિખેરી નાંખે છે. અને વિદ્ગોને ઓળંગી જવાનું બળ આપે છે. નિર્ણય લેતા પહેલાં “આ કે તે ” વિકલ્પ ભલે શોધ્યા કરીએ, પણ નિર્ણય પછી નહી. નિર્ણય પછી તબકકો ગતિનો આવે છે. ગતિ પ્રગતિનું રૂપ લે છે, અને ધાર્યા ધ્યેયે પહોંચાય છે. માત્ર ચાલવાથી બેય સ્થળે નથી પહોચાતું, પણ જે ધ્યેય પ્રાપ્તિ માટે તે જ દિશામાં ચાલવાથી ત્યાં પહોંચાય છે. ધ્યેયની સ્પષ્ટતા ગતિને સાર્થક કરે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ પાના નં. ૨) લાઈટ, માઈક, મોબાઈલ, લેપટોપ, અને વાડાના પ્રશ્નો માટે સંમેલન છે. તે તો ઉકેલાઈ ચુકયા છે. સંમેલનની તારીખો, સ્થળ અંગેનો નિર્ણય થયો તે જ ક્ષણથી શ્રી સંઘમાં એક જ ચર્ચા છે, આ સંમેલન માઈક, મોબાઈલ, વાડા ના પ્રશ્નો માટે છે, હકીકતે, આ સત્ય ન પણ હોય, છતાં વાતાવરણમાં ધારણા તો આવી જ બની છે. આ પ્રશ્નનો ઉત્તર / નિર્ણય શ્રી સંઘે ખૂબ લાંબા સમય પહેલાં આપી જ દીધો છે અને આપ સૌ કબુલ કરશો જ કે શ્રી સંઘની સત્તા / નિર્ણય આખરી જ હોય, સંઘના એક અંગ પૂજય સાધુ ભગવંતોએ હવે આ પ્રશ્ન કંઈ કરવાનું બાકી રહેતું નથી. માઈક : આપણો સૌ જાણીએ છીએ કે તપાગચ્છ માંના કેટલાંક ગુરૂવર્યો ઘણા લાંબા સમયથી માઈક નો ઉપયોગ કરે જ છે. પણ ગુજરાતમાં, મુંબઈમાં, આ પૂજય ગુરૂભગવંતોએ પણ માઈકનો ઉપયોગ કર્યો નથી, સ્પષ્ટ પણે કહું તો કરી શકયા જ નથી, આ શ્રી સંઘની ઈચ્છા છે, અને સત્તા પણ. લંબાણનો ભય છે છતાં.. એક પ્રભાવક ગુરૂવર્ષે ગુજરાતમાં માઈક નો ઉપયોગ કર્યો, પ્રત્યાઘાત સારા, બિલકુલ સારા ન પડયા, અને એ મહાસાધુશ્રીએ મિચ્છામિદુકકડમ કર્યું, આ તાજો ઈતિહાસ છે. સુરતમાં છેલ્લા ૪૨ વર્ષમાં કોઈપણ આરાધના ભવને - ઉપાશ્રયે વ્યાખ્યાનમાં માઈક નો ઉપયોગ થયો નથી. આચાર્યશ્રી ૐકારસૂરિ આરાધના ભવને વર્તમાન સમયના તમામ ગચ્છ ના એટલે કે અંચલગચ્છ, ખરતરગચ્છ, પાયચંદગચ્છ, વિમલ (શાખા) ના ગુરૂવર્યોનાં વ્યાખ્યાનો થયાં છે. આ સૌ ગુરૂભગવંતો માઈકનો ઉપયોગ કરે છે. પણ આચાર્યશ્રી ૐકારસૂરિ આરાધના ભવને આ કોઈ ગુરૂભગવંતે માઈકનો ઉપયોગ કર્યો નથી. આપણી પરંપરાને તેઓ સૌએ સન્માની છે. સૂરતના સૌથી મોટા કાર્યક્રમ સ્થળ / મેદાનમાં મારા સંયોજન હેઠળ ચારેય સંપ્રદાયનો એક વિરાટ કાર્યક્રમ હતો. તપાગચ્છ ના માઈક વાપરતા એક પૂજય ગુરૂવરશ્રીને આ કાર્યક્રમમાં અધ્યક્ષીય નિશ્રા આપવા મેં વિનંતી કરેલ, પૂજયશ્રી ત્યારે સૂરતથી ૮૦ કિ.મી. દૂર વ્યારા બિરાજમાન હતા. પૂજયશ્રીએ પોતે આ કાર્યક્રમમાં માઈકનો ઉપયોગ કરશે તેમ મને જણાવ્યું. સંયોજક તરીકે પૂજયશ્રીના પૂરા સન્માન અને પૂરા વિવેકથી, આ અંગે હુ રજા આપી શકું નહી તેવો જવાબ આપેલ અને પૂજયશ્રીએ કશાજ વિવાદ વિના એ સ્વીકારેલ. તેઓશ્રી કાર્યક્રમ વખતે સૂરત પહોંચી ગયા હોવા છતાં કાર્યક્રમમાં હાજર રહયા નહીં. શ્રી સંઘની ઈચ્છાના સ્વીકારની આ ઉચ્ચ ભાવના હતી. Page #23 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૨૧ આ કાર્યક્રમ માટે તે જ સમયે સૂરત પધારેલ એક પ્રભાવક ગુરૂવર્યશ્રીને અધ્યક્ષીય નિશ્રા માટે વિનંતી કરી. પૂજયશ્રીએ જણાવ્યું કે દિગંબર સંપ્રદાય, તેરાપંથ સંપ્રદાય અને સ્થાનકવાસી સંપ્રદાયનાં સાધ્વીજીઓ માઈક નો ઉપયોગ કરી વ્યાખ્યાન આપે તે પહેલા મારુ વ્યાખ્યાન પૂર્ણ કરી હું નીકળી જઈશ. આ બાબત ત્રણેય સંપ્રદાયનાં પૂજય સાધ્વીજીઓને જણાવી ત્યારે તેઓ સૌનો જવાબ હતો “ તમારી પરંપરા મુજબ જો ગુરૂવર્યશ્રી તેમ કરે તો અમારે કંઈ કહેવાનું હોય જ નહી, અમે આવીશું.” કાર્યક્રમ સરસ થયો. આપણા ગચ્છના ગુરૂવર્યશ્રીનું વ્યાખ્યાન સમાપન થયું, પૂજયશ્રીએ મને કહેલું “ તું માઈક વાપરે ત્યારે હું બેસું છું. બહેનો (શ્રાવિકાઓ) માઈક વાપરે તો હું બેસું છું તો આ ચારિત્રવંત આત્માઓના પ્રવચન વખતે હું કેમ ચાલી જાઉં.” તેઓશ્રી બેઠા. માઈક લાઈટ વાપરવાની તરફેણ અંગે થોડા સમય પહેલાં તેરાપંથ સંપ્રદાયે પુસ્તક પ્રગટ કર્યું “શું વિદ્યુત સચિત તેઉકાય છે ? ” આ પુસ્તકમાં અનેક પ્રાચીન ગ્રંથ અને આગમ પ્રમાણો આપી આ બાબત સિધ્ધ કરવાનો સશકત પ્રયાસ હતો. થોડી હલચલ અને વિવાદ થયા બાદ તપાગચ્છના એક વિદ્વાન પૂજય ગુરૂવર્યે તેના જવાબમાં વિજળી વાપરી શકાય નહીં તેની તરફેણમાં હિન્દી | ગુજરાતી માં પુસ્તક તૈયાર કર્યું. “ વિદ્યુત સજીવ યા નિર્જીવ ”? આ પુસ્તકમાં પણ ખૂબ અધિકૃત આગમ પ્રમાણો અપાયાં છે. આ પુસ્તક “વિદ્યુત સજીવ યા નિર્જીવ ” હિન્દી, આવૃત્તિ બીજી સં. ૨૦૫૮ ના પરિશિષ્ટ ૪ - પાનું નં.૧૩૨-૧૩૫ માં જણાવ્યા અનુસાર તપાગચ્છના લગભગ તમામ ગચ્છાધિપતિઓ સહીત ૭૦ થી વધુ ગુરૂભગવંતોએ તેને પૂર્ણ માન્ય ગણ્યું છે, અને કેટલાક પ્રબુધ્ધ શ્રાવકોએ પણ. માઈક, વીજળીના ઉપયોગ માટે અત્યારે એક નબળી દલીલ એ થઈ રહી છે કે ઘણા સાંભળશે, ઘણા સમજશે, ઘણા પામશે અને તરી જશે. ઝળહળતી હોલોઝોન લાઈટો, કુશાં ખુરશીઓ, બુટ-ચંપલ પહેરીને સજોડે | અડિઅડીને બેઠેલ પતિપત્નિીઓને અબ્રામોર્ડન માઈક સીસ્ટમ દ્વારા ભવાંતર ઘટાડવાનું , ભવ તરવાનું પ્રવચન અપાતુ હોય આવી પરિસ્થિતિ શ્રીસંઘ સ્વીકારી શકશે? મેં પૂજય ભુવનભાનુસૂરિજીના સંયમજીવનના અંતિમ ચાર્તુમાસ વખતે અતિક્ષીણ અવાજે દેશના આપતા સાંભળ્યા છે. સોય પડે તોય સંભળાય તેવી શાંતિ, ૧૦૦૦૦ ચો.ફુટ ના વ્યાખ્યાન હોલમાં અતિક્ષિણ અવાજ સૌને સંભળાતો, કારણ માત્ર એટલુંકે સૌને સાંભળવું હતું, સૌએ કાનની શકિત વધારેલી. પૂજય કલાપૂર્ણસૂરિજીના અત્યંત મંદ અવાજે સૌને અભિભૂત કર્યા છે. માઈકનો અને ટી.વી.નો અતિ ઉપયોગ વ્યાખ્યાનો માટે નહી,પ્રચાર માટે થઈ રહ્યો છે. આ માઈક, ટી.વી. ના ઉપયોગ પછી કોઈ શ્રાવકે એક યા બીજો સંપ્રદાય બદલ્યો નથી. સંવત ૨૦૭૧ નું સ્થાનકવાસી સંપ્રદાયના પૂજય ડો.શિવમુનિનું ચાર્તુમાસ સૂરત હતું. પ્રભાવક વ્યવસ્થા, પ્રભાવક પ્રવચન, પ્રભાવક પ્રચાર, અને શ્રેષ્ઠ માઈક વ્યવસ્થા આપણા કોઈ શ્રાવકે સ્થાનકવાસી ની કંઠી બાંધી નથી. Page #24 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૨૨ બીજા સંપ્રદાય લાઈટ, માઈકનો ઉપયોગ કરે છે. તેઓ તેને કારણે ઘણા કલાક કામ કરી શકે છે. વિગેરે દલીલો થઈ રહી છે. વિદ્યુત સજીવ છે તે અંગે આગમ પ્રમાણો છે જ, ન જ વાપરી શકાય. ઘણા કલાક કામ કરવાની અને તે સંશોધનો, સાહિત્ય દ્વારા શાસન ઉપયોગી થવાની દલીલ આ અગાઉ પૂર્ણ શાસ્ત્રજ્ઞ ગુરૂવર્યો કરી ચૂકયા છે. પણ તે પૂજયોએ સાધુ જીવનમાં રહી વિજળી કે પ્રવાસના સાધનો નથી જ વાપર્યા. તેઓશ્રીએ પ્રભુની આજ્ઞાને કોઈ જ અપવાદ આપ્યા વિના, સંયમ માર્ગ છોડી શાસન સેવાનું | શ્રુત સેવાનું ચિરંજીવ કામ કર્યું અને “વિજળી વાપરો ” નારા નો પૂર્ણ સ્વીકાર્ય જવાબ આપ્યો ઘણા કલાક, ઘણી શાસન પ્રભાવના, ઘણાં અનુષ્ઠાન માટે કદાચ થોડા સમય બાદ વાહન વાપરવાની વાત આવશે, આવશે જ. પ્રભુ આજ્ઞામાં અપવાદ હોઈ શકે નહી. આ લપસણી ભૂમિ છે. કાદવ ભરી લપસણી ભૂમિ, ઉડા ઉતરતા જ જવાશે.(અપવાદ માર્ગ એટલે શું? ની ચર્ચા શરૂ થશે. ) પૂજય ગુરૂભગવંત! ઘણા કલાક કામ કરવા માટે આપ સંયમ જીવન નથી જીવતા. આપનું લક્ષ્ય ઘણા કલાક કામ નહી, ઘણું વહેલું મોક્ષ છે. અંતે માઈકના ઉપયોગની કશીજ દલીલ સ્વીકારી શકાય નહી. શ્રી સંઘ કદાપિ સ્વીકારે જ નહી. શ્રી સંઘે આ અંગે અંતિમ નિર્ણય લઈ જ લીધો છે. જે માઈક વાપરે છે તે પૂજયશ્રીઓ પૂરા વિવેક થી શ્રી સંઘનું ગૌરવ સાચવે છે. હવે શ્રી સંઘની ઉદારતાનો કશો અનર્થ અન્ય કોઈ ન કરે. ** મોબાઈલ : મોબાઈલ ફોનનો સાર્વત્રિક રીતે અને કેટલેક અંશે લેપટોપ, ટેબલેટ નો ઉપયોગ પણ થાય છે. મહદ્ અંશે વિવેકથી, સ્પીકરનો ઉપયોગ કરીને આ ઉપયોગ થાય છે. આ પ્રવૃત્તિ અટકાવવી અસંભવ છે, તે ખેદ સાથે પણ સ્વીકારવું પડે તેમ છે. આ સ્થિતિ ઉભી થવામાં શ્રાવકોનો ફાળો છે જ. પૂ.ગુરૂવર્યોને અતિ પ્રવૃત્તિ તરફ દોરી જવામાં શ્રાવકોનું મહાપ્રદાન છે. ઈ-મેઈલ પર, વોટ્સએપ પર આપણે ગુરૂભગવંતોનો સતત સંપર્ક કરીએ છીએ. મોબાઈલ / લેપટોપ / ટેબલેટ નો ઉપયોગ શ્રાવક સંસ્થાજ અટકાવી શકે. અત્યારે લાઈટ, માઈક, ફોન, ટેબલેટની જે સ્થિતિ છે અને સંમેલન આ બાબતોને અધિકૃત કરવા મળી રહ્યું છે તે ધારણા જો ખરાઈ તરફ ગઈ તો .... હમણા હું એક પદસ્થ પૂજયશ્રી સાથે બેસીને આ અંગે ચર્ચા કરતો હતો, અડધા કલાક માં પંખા વિના હું હેરાન થઈ ગયો ત્યારે તે પૂજયશ્રીને મે કહેલ, અમો અડધો કલાક આ તાપ, આ પરિષહ સહન કરે શકતા નથી, આપ સમગ્ર સંયમ જીવન આ પરીષહો સાથે પરમાનંદથી વ્યતીત કરો છો, એટલેજ આ પૂજય છ, વંદનીય છ. Page #25 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૨૩ હવે પછીની પરિસ્થિતિમાં – આપણે એક પૂજયશ્રી પાસે જઈશું, પંખો / કદાચ એ.સી. ચાલતું હશે. બે-ત્રણ મોબાઈલ, લેપટોપ ચારે બાજૂ પડેલા હશે. કંકોત્રીઓ કે પ્રકાશનોની પ્રિન્ટ નીકળતી હશે. પૂજયશ્રી તેઓશ્રી માટે બનાવેલ સિંહાસન તૂલ્ય પાટ પર ચાર-પાંચ લિયરની ગાદી પર (નીચે આસન હશે) બિરાજમાન હશે. આ સિંહાસનો, ગાદીઓ, પંખા, એ.સી., લેપટોપ, - આજે જ વોટ્સએપ પર એક ફોટો આવ્યો, એક પૂજય આચાર્ય ભગવંત પાલખી માં આર્શિવાદ મુદ્રાએ બિરાજમાન છે, આચાર્ય ભગવંતોએ પાલખી ઉચકી છે તેમાં એક વૃધ્ધ આચાર્ય ભગવંતના (પાલખી ઉચકનાર) ચહેરા પર જે પરિશ્રમના દર્શન થાય છે કે કોઈપણ શ્રાવકને સ્તબ્ધ કરી દે તેવું દર્શન છે. સદી પહેલાં અસ્ત થયેલ યતિ પ્રથા તરફ મકકમ ડગતા નથી માંડયાં ને? આપણે. ગાદી સ્થાનો તો ઘણાં વર્ષો પહેલા બનાવવાનું પ્રારંભાયું છે, બન્યાં છે, બની રહ્યાં છે. ગડમથલના આ પ્રશ્નોમાં કદાચ આ પ્રશ્નોના ઉત્તર જે તે સમુદાય પોતે શોધે પોતાને ઠીક લાગે તેમ નિર્ણય લે તેવો નિર્ણય લેવાય. સમુદાયોને આવા પ્રશ્નોએ નિર્ણય લેવાનું કહેવું તે તે શાસન ને સમુદાયોમાં વિભાજન તરફ દોરવાનું મહાકાર્ય થશે, શાસન નહિ રહે - સમુદાયોનું અંધાધૂંધ શાસન બનશે. Page #26 -------------------------------------------------------------------------- ________________ પાના વાડા ની વાત જયાં પૂજય સાધુ/ સાધ્વીજી ભગવંતોની શેષકાળ કે ચાર્તુમાસ માં સ્થિરતા હોય તે ગામ / શહેર નો શ્રી સંઘ, સ્થાનિક સ્થિતિ, કાયદાકીય પ્રાવધાનો, અરૂચિના- ડ્રેનેજ ચોકઅપના પ્રશ્નો ને ધ્યાનમાં લઈ જે વ્યવસ્થા કરે તે પૂજય સાધુ/ સાધ્વીજી સંસ્થાએ સ્વીકારવી. શ્રીસંઘોએ આ વ્યવસ્થા કરતી વખતે આપણી પરંપરાઓ શકય વધુ સચવાય, વિરાધના નિવારવાનો પૂરો પ્રયાસ કરી આ વ્યવસ્થા કરવી. આ સ્થિતિ | વ્યવસ્થા સૌ એ સ્વીકારવીજ. આમ વાપરવું, તેમ ન વપરાય એ ઠરાવવાનો હવે સમય નથી. શહેરીકરણ, ગીચ વસ્તી વચ્ચે આરાધના સ્થળોને કારણે હવે આ પ્રશ્ન અને જવાબ માત્ર શ્રી સંઘને સોંપવો પડે તેમ છે. ઉપર જણાવેલ માર્ગદર્શન હેઠળ. આ પ્રશ્નને ઉકેલવા સોલાર સિસ્ટમ, કાચ, એક્રેલીક ની શીટ દ્વારા કેબીન બનાવી વધુ ગરમી પે વાડાના પ્રશ્નને ઉકેલવાના પ્રયત્નો થયા છે, થઈ રહ્યા છે. પરંતુ અનુભવથી કહી શકુ કે આ વ્યવસ્થા અનેક કારણોસર સ્વીકાર્ય થઈ શકે તેમ નથી- (આ પ્રયોગોમાં હું સતત સહભાગી રહ્યો છું.) આ પ્રશ્ન માત્ર વિવેક પૂર્વક ઉપયોગ ના / ના ઉપયોગના છે, સંમેલન દ્વારા સંમતિ આપવાના નથી. લખી રાખો... જો સંમેલને માઈક, લાઈટ, બાથરૂમ વાપરવાના ઠરાવ દ્વારા સત્તાવાર સંમતિ આપી તો હવે ત્રણ પ્રકારના આરાધના ભવનોનું નિર્માણ થશે. (૧) એક તિથિ નાં આરાધના ભવનો. (૨) બે તિથિ નાં આરાધના ભવનો. ૩) પ્રભુની આજ્ઞામાં સતત અપવાદોના ધની આધુનિક સાધુ-ભગવંતોનાં આરાધના ભવનો. Page #27 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૨૫ સંવત ૨૦૭૨ ના સંમેલન પાસે સ્પષ્ટ ઉકેલ માંગતા અત્યંત જરૂરી પ્રશ્નો (૧) વિહાર સમય અને અનેકાનેક અનુષ્ઠાનો માટે અત્યંત ઝડપી અને તદ્ બિનજરૂરી કિલોમીટર ના વિહારો. વૃધ્ધ / ગ્લાન પૂજય સાધુ ભગવંત | સાધ્વીજી ભગવંતોના સ્થાયીવાસની પૂર્ણ શાતાદાયક વ્યવસ્થા. મુમુક્ષુ તાલીમ / અભ્યાસ સંસ્થાન. | ખૂબ ઉડા સંશોધનો માટેના પ્રયાસ. મોટાં શહેરો, વધુ પૂજય સાધુ/ સાધ્વીજી ભગવંતો વિચરે છે ત્યાં અભ્યાસની કાયમી વ્યવસ્થા. પૂજય સાધ્વી સંસ્થાની ઉન્નતિના પ્રયાસો, / વ્યાખ્યાનો માટે સંમતિ. દ્વારકા ના ઉધ્ધાર ના પ્રયાસો. બેસતા મહિનાના માંગલિકો અને જન્મ દિવસોની ધામધૂમપૂર્વક ઉજવણીઓ / સાંસારિક મૂહુર્તો, દોરા ધાગા. (૯) અધિકૃત ડેટા સેન્ટર :- માહિતી સંસ્થાન. (૧૦) રેફરન્સ લાઈબ્રેરી - સંઘ ગ્રંથાલય. (૧૧) શ્રી સંઘને માર્ગદર્શન માટે કાયદાકીય, વૈદકીય, સોમપુરા અને આર્કીટેકની પેનલ, લઘુમતિ અંગે માર્ગદર્શન માટે ખાસ પેનલ. (૧૨) શાસન ગીત, શાસન ધ્વજ, શાસન ચિહ્ન અને પ્રભુ શાસન સ્થાપનાના દિવસની ઐતિહાસિક ઉજવણી. (૧૩) જૈન ધર્મ અને તેના દર્શન વિરૂધ્ધ પ્રગટ થતું સાહિત્ય. (૧૪) પૂજય ગુરૂવર્યોનું વર્તન. (૧૫) બાળ દીક્ષા, દેવદ્રવ્ય, તિથિ. Page #28 -------------------------------------------------------------------------- ________________ પાના નં. ૨૬. ખૂબ વિહાર, ખૂબ કાર્યક્રમો, ખૂબ અનુષ્ઠાનો પ્રશ્ન-૧ વિહાર કરતી વખતે થતાં અકસ્માતોનો આઘાત જનક પ્રશ્ન છેલ્લા દસકા થી આપણી સામે આવ્યો, આપણે મહામૂલૂ શાસન ધન ગુમાવ્યું. રેતીમાં માથુ છૂપાવવા જેવી એક અત્યંત નબળી દલીલ આપણે શાધી કાઢી, અનોપ મંડળ. આ કમનસીબ ઘટનાઓનાં ખરાં કારણો આપણે જાણીએ છીએ.“ આ કાર્યક્રમ, અનુષ્ઠાન, દીક્ષા સમારંભ માટે પૂજય શ્રી ૨૦ દિવસમાં પાંચસો કિ.મી.નો વિહાર કરી અત્રે પધારેલ છે. ” આ જાહેરાતને સભા તાળીઓથી વધાવે છે. યોગ્ય છે? યોગ્ય છે? ના. મોટા ભાગના ઉગ્ર અને ખૂબ કિ.મી.ના વિહાર, કાર્યક્રમો અને અનુષ્ઠાનો માટે થાય છે. વધુ વિહાર, સતત વિહાર થી થતાં અનેક નુકશાનોથી બધાજ પક્ષો સુવિદિત છે. એટલે એ ચર્ચાનો અહીં કોઈ અર્થ નથી. ઉકેલ છે. (૧) દરેક સમુદાય સમગ્ર સુમદાયમાં થતી દિક્ષાઓ વર્ષમાં એક વખત “ સમુહ દિક્ષા સમારોહ ” માં કરે. ખર્ચ, સમય, કંકોત્રીઓ, વિહાર, શ્રાવક, શ્રાવિકાઓની દોડધામ બધુ જ સીમિત થશે. મને અનુભવ છે. ૩000 થી ઓછા પરિવાર, ૨0000 થી ઓછી વસ્તી વાળા મારા વાવ પથક સમાજે વર્ષીતપનાં સામુહિક પારણાંની વ્યવસ્થા છેલ્લા ૧૫ વર્ષથી કરી છે. આ સમાજે એક જ વર્ષીતપનાં ૧૬૦ થી વધુ તપસ્વીઓનાં સામુહિક પારણાં પાલીતાણા કરાવ્યાં છે. તમામને રહેવાની સગવડ, ત્રણ દિવસ જમવાની સગવડ, તપસ્વીઓનું ગૌરવપૂર્ણ બહુમાન અને પારણાં અંગેની તમામ આનુસંગીક સગવડો - કુલ હાજરી ૭૦૦૦ થી વધુ, કુલ ખર્ચ દ0/- (સાંઈઠ લાખ પૂરા) લાખ થી ઓછો. આ વ્યવસ્થાનો લાભ પૂરો સમાજ છેલ્લા ૧૫ વર્ષથી લે છે. ૨૯ સમુહ દીક્ષા નો (પૂ.આ.ભ.શ્રી ગુણરત્નસૂરિજી ) સૂરત થયેલ સમારોહ માં સમસ્ત સુરતના ચારેય સંપ્રદાયની સાધાર્મિક ભકિત, ૨૦૦ શ્રી સંઘોને આમત્રણ વખતે બહુમૂલ્ય ભેટ, લગભગ દ0000 થી વધુ શ્રાવક | શ્રાવિકાની ઉપસ્થિતિ, ખૂબ મર્યાદિત ખર્ચ, સમયનો, વિહારનો બચાવ, અને ખૂબ શાસન પ્રભાવના. અતિ ખર્ચાળ, ભવ્ય, પ્રચારીત દીક્ષા સમારોહને બદલે, ગૌરવપૂર્ણ ભાવ ભર્યા સમારોહની અહીં વાત છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ પાના નં. ૨૭ (૨) અંજન શલાકા માટે પણ સામૂહીક વ્યવસ્થા કરી શકાય. પ્રતિષ્ઠા માટે જે તે સ્થળે જે ગુરૂયોગ મળે તે મુજબ વ્યવસ્થા થાય. (કલિકાલ સર્વજ્ઞ પૂઆ.ભ.શ્રી હેમચન્દ્રાચાર્યશ્રીજીએ પણ વિવિધ સ્થળોએ પ્રતિષ્ઠિત થનાર પ્રભુબિંબ નું અંજન એક સ્થળે કરેલ છે જ.) સમૂહદીક્ષા અને સમૂહ અંજન સમારોહ બંને એક જ સમયે એક જ સ્થળે યોજાય, પ્રભુના દીક્ષા કલ્યાણકની ઉજવણીએ અનેક દીક્ષાઓ થાય અને બંને પ્રસંગોએ ખૂબ શાસન પ્રભાવના થશે તેમજ આગળ જણાવેલ બધાજ લાભ થશે. સમય બદલાયો છે. ખર્ચ અને વિહાર નહી, પણ શાસન પ્રભાવક અનુષ્ઠાનોની જરૂરત છે. સ્મૃતિ મહોત્સવ, જીવીત મહોત્સવ, અઠ્ઠમતપની નિશ્રા આપવા પાંચસો કિ.મી.નો વિહાર આ બધુ સરળતાથી આપ અટકાવી શકો તેમ છો. Page #30 -------------------------------------------------------------------------- ________________ પાના નં. ૨૮ વૃધ્ધ / ગ્લાન પૂજય સાધુ/ સાધ્વીજી ભગવંતો માટે શાતાદાયક સ્થિરવાસ , વ્યવસ્થા. પ્રશ્ન-૨ પ્રભુશાસનનું અતિદુષ્કર , પાવન સંયમ જીવન જે પૂજય સાધુ / સાધ્વીજી ભગવંતોએ ખૂબ આનંદથી, લાંબા, ખૂબ લાંબા પર્યાય સુધી માણ્યું છે તેમના વૃધ્ધ અને અશકત દેહ માટે - તેમના શાતાદાયક સ્થિરવાસ માટે આપણી પાસે કશીજ કાયમી વ્યવસ્થા નથી. પરિણામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. જે પરિવારમાંથી આપણને સંયમ રત્ન મળ્યું તે પરિવાર પોતાના દ્રવ્યથી નાના-મોટા ઉપાશ્રય અને મોટે ભાગે ફલેટ ખરીદે છે. અને તે દ્વારા પોતાના સંતાન સાધુ/ સાધ્વી માટે સ્થિરવાસની વ્યવસ્થા કરે છે. (સંતાન શ્રી શાસનને સોંપ્યું, વૃધ્ધાવસ્થાએ જવાબદારી પરિવારની?) ૮-૧૨ માળના બિલ્ડીંગોમાં પહેલે માળે ઉપાશ્રય, બિલ્ડીંગમાં મિક્ષ વસ્તી, વૃધ્ધોની વૈયાવચ્ચ માટે નાનાં પૂજય સાધુ / સાધ્વીજીઓ- પરિણામ કલ્પી શકો છો. સ્થાયીવાસે રહેલા કાચી વયનાં પૂજય સાધુ/ સાધ્વી, મિક્ષ વસ્તી, બનાવો બની રહ્યા છે, બની જ રહ્યા છે. બિલ્ડીંગમાં રહેતા શ્રાવક / શ્રાવિકોઓનો ગાઢ પરિચય પણ અનેક દુષણો સર્જી શકે છે. આ સ્થિતિ માં વૃધ્ધાવસ્થામાં અમારું શું ? અને તેના ઉકેલ માટે પૂજય સાધુ / સાધ્વીઓ દ્વારા અતિઅયોગ્ય પ્રયત્ન થઈ રહ્યા છે. આવા એક પ્રયત્ન અંગે પૂરા પૂરવાઓ સાથે ની વિગતો જેઠ સં. ૨૦૭૧ માં મેં એક ગીતાર્થ આચાર્ય ભગવંતશ્રીને આપી ત્યારે તે પૂજયશ્રીની અતિ વેદના મે નિહાળી છે. આ પ્રશ્નના ઉકેલ માટે અમુક કરોડ ના પ્રોજકટ બની રહ્યા છે. તેમ સાંભળ્યું છે, અનુમોદના. આ પ્રશ્નનો પ્રોજેકટ સંસ્થા, કરોડો રૂપિયા, ટસ્ટ્રીઓ વિના સરળ ઉકેલ છે. (૧) પાલીતાણા, શંખેશ્વર, ભીલડીયાજી, જેવા તીર્થો અને હવે તો નાના કસબાઓમાં પણ ધર્મશાળાઓ છે. દરેક ધર્મશાળા ના ટ્રસ્ટીઓને આપણે વિનંતી કરીએ, બે રૂમ આપો. માત્ર પાલિતાણામાં ૨૦૦ રૂમ મળશે. દરેક ગ્રુપને બે રૂમ આપો. પૂજયશ્રીના ગૃપોને ૬-૧૨ મહિને એક થી બીજી ધર્મશાળાએ સ્થળાંતર કરાવો. પાંચ - છ પૂજય સાધુ/ સાધ્વીજી ના એક ગૃપની તમામ રીતે સંભાળ લઈ શકે તેવા ધર્મનિષ્ઠ ટ્રસ્ટીઓ આપણી પાસે છે જ. જયારે આપણે કરોડો ખર્ચવા સક્ષમ છીએ તો આ ધર્મશાળાના ટ્રસ્ટીઓ સ્વીકારે તો તેઓને આ માટે ચોકકસ રકમ આપવા વિચારી શકાય. Page #31 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૨૯ (૨) આ પ્રશ્નનો બીજો કાયમી ઉકેલ પણ છે. સૂરત, અમદાવાદ, વડોદરા, પાટણ વિગરે શહેરો કે જયાં ઉચ્ચ ઉર્જા ધરાવતાં અનેક આરાધના ભવનો અત્યારે તદ્ન ખાલી- ઉપયોગ વિનાના છે.જયાં શેષ કાળ કે ચાર્તુમાસ દરમ્યાન કોઈ સાથે | સાધ્વી ભગવંતોનો યોગ નથી. અમદાવાદની પોળોના ઉપાશ્રય, પાટણની શેરીઓ, વડોદરાની પોળો, સુરતમાં ( નવાપુરા, હરીપુરા, મોહનલાલજી ) પાલનપુર, રાધનપુર, ખંભાતમાં પણ આ સ્થિતી છે. (૩) આ સંમેલન શ્રી સંઘ ને આજ્ઞા આપે કે હવે પછી નિર્માત્ર પામતાં તમામ શ્રાવક | શ્રાવિકા આરાધના ભવનોમાં ૩૦૦ ચો.પુટ જગ્યા વૃધ્ધ અને ગ્લાન પૂજય સાધુ | સાધ્વીજી ભગવંતો માટે અનામત રાખવાની રહેશે. મોટા ભાગના વર્તમાન આરાધના ભવનો પણ આ વ્યવસ્થા કરી શકે તેમ છે. અહીં પ્રશ્નો છે, સમુદાયના કે અન્ય સમુદાયના વડીલ સાધુ / સાધ્વીજી જે આરાધના ભવનમાં સ્થાયીવાસ હોય ત્યાં ચોમાસામાં કે શેષકાળમાં આવતાં પૂજય સાધુ / સાધ્વીજી ભગવંતોને કેટલાક પ્રશ્નો હોય છે. (મને આ અંગે ખુબ કડવો અનુભવ છે. ) પણ આ પ્રશ્નનો નિકાલ કેટલાક નિયમો બનાવી થઈ શકે. આ બધાં આયોજનો વિચારતી વખતે જે તે સ્થળની દાકતરી સગવડ, તે વિસ્તારનું હવામાન, નાનાં પૂજય સાધુ / સાધ્વીજીને અભ્યાસની સગવડો વિચારવી પડશે. Page #32 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૩૦ મુમુક્ષુ તાલીમ - અભ્યાસ સંસ્થાન પ્રશ્ન-૩ મુમુક્ષુ ને ઓછામાં ઓછા પાંચ વર્ષની તાલીમ દરમ્યાન પહેલાં ત્રણ વર્ષ ભાષાઓસંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી - એક અન્ય ધર્મની ભાષા - પાલી, ઉર્દુ, હિબ્રુ અને એક વિદેશી ભાષા - જર્મન, ફેન્ચ, રશિયન, અને આપણા પ્રારંભિક પ્રકરણ ગ્રંથો, કર્મસાહિત્ય, દાર્શનિક ગ્રંથો, ઓછામાં ઓછું એક અન્ય દર્શન, જૈન ધર્મ નો ઈતિહાસ અને ત્રિષષ્ઠિ જેવું ઉચ્ચ કથા સાહિત્ય વ્યાખ્યાન કલા, ચારિત્ર પાલનની સખત તાલીમ. છેલ્લાં બે વર્ષ જયાં સાધુ યોગ ન હોય ત્યાં પ્રવચનો, ધાર્મિક ક્રિયાઓ અને ધર્મ પ્રચાર. પાંચ વર્ષ બાદ દીક્ષા. કોઈ સંજોગોમાં મુમુક્ષુ ને તેથી વધુ સમય તાલીમ સંસ્થામાં રાખી શકાય નહી. દીક્ષા નો ઉદય ન હોય તો મુમુક્ષુ પોતાના ઘરે જઈ મેળવેલ શિક્ષણ દ્વારા આર્થિક ઉપાર્જન કરી શકે. અન્ય સંપ્રદાયની આ પ્રકારની સંસ્થાના અભ્યાસ બાદ આ હકીકત જણાવું છું. વિગતે ચર્ચા કરી શકાય. Page #33 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૩૧ ખૂબ ઉડાં - ગહન - તલસ્પર્શી સંશોધનો માટે પ્રયાસ. પ્રશ્ન-૪ વિશ્વના કોઈ પણ ધર્મમાં વસ્તીના અનુપાત (ટકા) પ્રમાણે આપણી પાસે મહાચારિત્રશીલ, અતિ વિનયી, સખત પરિષહ કરનાર જ્ઞાનવૃધ્ધ અને તેજસ્વી યુવા સાધુ-સાધ્વી ધન છે. આ સૌ માં ગજબની જ્ઞાનપિપાસા છે. આ પિપાસાએ અનેક પૂજય સાધુ-સાધ્વીજીઓને અત્યંત જ્ઞાની (અભ્યાસી) બનાવ્યાં જ છે. - વંદના આપણા આ જ્ઞાનને વિશ્વકક્ષાએ ઉજાગર કરી શકાયું નથી. (ભૂતકાળમાં પ્રમાણમાં સારુ કામ થયું. આજે અન્ય સંપ્રદાયો આ ક્ષેત્રે અનુમોદનીય કામ કરી રહ્યા છે.) કારણ એ છે કે જે ગ્રંથોનો અભ્યાસ થાય છે તે ખૂબ જૂના અને પરંપરાગત અભ્યાસ ગ્રંથો છે. ન્યાયના, વ્યાકરણના, કથાઓ, કાવ્યો, અન્ય દર્શન, બધુ જ છેલ્લા ૮૦-૧૦૦ વર્ષથી ચાલ્યું આવે છે. છંદ-નાટક-રૂપક વિગેરેમાં અભ્યાસનો અભાવ જ છે. આપણા ગચ્છમાં નવાં સંશોધનોનો છપ્પનિયો દુકાળ છે. અન્ય સંપ્રદાયોમાં થતાં પી.એચ.ડી. કક્ષાનાં સંશોધનો નેત્ર દિપક છે. પરંપરાગત અભ્યાસ ગ્રંથો ભલે અભ્યાસ ગ્રંથો રહે પણ, આપણા પ્રાચીન ગ્રંથોના ગહન સંશોધન તરફ વળો, ગામડાઓમાં, ખૂણે ખાંચરે, કોઈ ગ્રંથાલયોની પેટીમાં પડેલ ગ્રંથોને ઉજાગર કરવાનો આ સમય છે. આપણા એક પૂજય સાધુ/ સાધ્વીજી ઓછામાં ઓછો ૧૦ કલાક સ્વાધ્યાય કરે છે. કુલ ૯૦૦૦ પૂજય સાધુ / સાધ્વીજી - ૯૦ હજાર કલાકનો રોજે સ્વાધ્યાય, મહિને ૨૭ લાખ કલાકનો સ્વાધ્યાય – આ સમય સમગ્ર વિશ્વ સાહિત્યનું પરિશીલન થઈ શકે તેટલો સમય છે. પણ..પણ.. આપણે રોજે એક પવિત્ર વાકય સાંભળીએ છીએ. અમારા, આગમ સાહિત્યમાં જગતના તમામ વિષયોને સમાવેશ થયો છે અને તમામ સમસ્યાનો ઉકેલ પણ ત્યાં જ છે, ખરું જ છે. પણ માત્ર આ વાકય વારંવાર શ્રાવકોને સંભળાવવાથી પ્રભૂવાણી વિશ્વ કક્ષાએ પહોંચી શકે નહી. ઉકેલ માટે પ્રયત્નશીલ થઈએ. આપ મુમુક્ષુ ને દીક્ષાની પાવન ક્ષણોએ કાનમાં પવિત્ર નંદીસૂત્ર ફરમાવી છે. આ જ પાવન ક્ષણોએ તેને જીવનભરના ગહન અભ્યાસ માટે એક ગ્રંથનું નામ પણ કાનમાં આપો. તે બધું જ Page #34 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૩૨ ભણે, પણ તેનો જીવનગ્રંથ, સંશોધન ગ્રંથ, માસ્ટરીવાળો ગ્રંથ, નવા જ આયામો સાથે રજૂ થયેલો વિશ્વકક્ષાનો અદ્દભૂત ગ્રંથ, તે ૧૫ વર્ષે ભલે આપે, આપણે નાચી ઊઠીશું (મુમુક્ષુ તાલીમ સંસ્થાન ના મુદ્દાની ચર્ચામાં ભાષા, ખાસ કરીને વિદેશી અને અન્ય ધર્મની ભાષાનો આ હેતુ થી જ ઉલ્લેખ થયો છે. શિષ્યને એક ગ્રંથ જીવનભર માણવા આપવાની ગુરૂ પરંપરા તો છે જ, હવે તેમાં માણવા ઉપરાંત વધુ જાણવાનું ઉમેરણ કરવાનું છે. વર્તમાન સમયે જ્ઞાનાભ્યાસ ની સ્થિતિ અંગે એક અભ્યાસ રસિક યુવા ગુરૂવર્યશ્રીએ લખ્યું “ એક સમયે સુરતમાં સંતોષભાઈ પાસે, અમદાવાદમાં કલ્યાણજીભાઈ પાસે કઠીન ગ્રંથો ભણનારાઓનો તોટો ન હતો, આજે શોધ્યા જડતા નથી.” Page #35 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૩૩ શહેરોમાં પૂજય સાધુ/ સાધ્વીજીઓ માટે અભ્યાસ વ્યવસ્થા. પ્રશ્ન-૫ આર્થિક અને શૈક્ષણિક કારણોસર ગામડાઓ ભાંગ્યાં છે, શહેરીકરણ ખૂબ ઝડપે થયું છે અને થઈ રહ્યું છે. વિહાર ક્ષેત્રો / ચાર્તુમાસ ક્ષેત્રો મહદઅંશે હવે શહેરો છે. શહેરોમાં પણ અમદાવાદ, મુંબઈ, સૂરત મુખ્ય બની રહ્યાં છે. સૂરતની જ વાત કરું તો રોજે સરેરાશ ૮00-1000 પૂજય સાધુ / સાધ્વીજી ભગવંતો સૂરતમાં હોય છે. આ શહેરોમાં પંડિતની વ્યવસ્થા છે. સ્થાનિક પરિસ્થિતિને અભ્યાસ કરી આ દરેક શહેરોમાં નાનકડી સ્થાયી વિદ્યાપીઠ ઉભી કરી આ પ્રશ્ન ઉકેલી શકાય તેમ છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૩૪ પૂજય સાધ્વીજી સંસ્થાની ઉન્નતિના પ્રયાસો. પ્રશ્ન-૬ બ્રાહિમ, સુંદરી અને રાગથી તરબોળ રથનેમિ ને સન્માર્ગે વાળનાર રાજીમતિ, ચંદનાજી, રેવતીજી અને યાકિની મહત્તા નાં આ વારસદારો, ૬૮૦૦ થી વધુ સંખ્યા ધરાવતી અત્યંત પવિત્ર અને અભૂત સંસ્થા છે આ. મહાચારિત્રશીલ, અત્યંત વિનયી, સતત સ્વાધ્યાયી, તપસ્વી, પરીસહની કોઈ પરવા નહી, શ્રી સંઘ વિશ્વની આ શ્રેષ્ઠ સાધ્વી સંસ્થાનો કોઈ જ ઉપયોગ કરી શકતો નથી, કરી રહ્યો નથી. સાધ્વીજી ભગવંતો ઈચ્છે તો પણ વર્તમાન નિયમોના સખત માળખામાં તેઓ કોઈ રીતે ઉપયોગી થઈ શકે તેમ નથી. ૬૮00 થી વધુ સંખ્યાનું આવું શકિતવંત દળ આટલું નિષ્ક્રિય કેમ ? અત્યારે પૂજય સાધ્વીજી ભગવંતો પાસે પૂજય સાધુ ભગવંતોના ગ્રંથોનાં પ્રફ સુધારવાનું, ૨૫-૩૦ શ્રાવિકાઓને શ્રીપાળ રાજાનો રાસ સંભળાવવાનું કે એકાદ કથા પર વાત કરવાનું, જો કોઈ સંસારી સંબંધી સાધુ ભગવંત સાથે હોય તો માંડમાંડ ગોઠવાતી બાલિકા શિબિર કરવાનું અને પાતરાં રંગવાનું કામ, ઓઘા અને ચરવળાની દશી ગૂંથવાનું કામ બચ્યું છે, આઘાતજનક સ્થિતિ છે, સાધ્વીજી ભગવંતોની મનોસ્થિતિની તો કલ્પના જ કરવી રહી. એક અત્યંત પ્રજ્ઞ પૂજય સાધ્વીજી ભગવંતે નવ્ય ન્યાયના અભ્યાસ દરમ્યાન સરસ નોંધ તૈયાર કરી, ખૂબ સરસ. અધ્યાપકશ્રીએ આ નોંધ પુસ્તકારે પ્રગટ કરવાનું વિચાર્યું, એક જ્ઞાની આચાર્ય ભગવંતે આ નૈધ વધાવી, પણ આ નોંધ લખનાર, સખત મહેનત અને પૂર્ણ પ્રજ્ઞાથી તૈયાર કરનાર પૂ.સાધ્વીજીએ આ ગ્રંથમાં કયાંય પોતનું નામ ન આવે તેવી વિનંતી કરી, આ સ્થિતિ કેમ? વિચારીએ. “ આવા સંજોગોમાં જૈન સમાજના રક્ષક સમા અને ત્યાગમાર્ગના મંગલ આદર્શ જેવાં પૂજય સાધ્વીજી મહારાજ જે લોકોને જ્ઞાન દ્રષ્ટિ આપવા કટીબધ્ધ થશે તો સંભવ છે કે આજના કાળના ભડકામાંથી જૈન દર્શનને બરાબર બચાવી શકાશે.” ત્યાગની દ્રષ્ટિ એ વિચારવામાં આવે તો ધર્મદેશના દેવાનો અધિકાર કોઈ પણ ત્યાગી ને હોય છે, પછી તે સાધુ હોય કે સાધ્વી હોય”. મેહનલાલ ચુનીલાલ ઘામી - સંવત ૨૦૧૦ Page #37 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૩૫ સં.૧૯૯૦ ના સંમેલન સમયે પણ સાધ્વીજી ભગવંતોને સંમેલનમાં હાજર રાખવા અંગે ખૂબ ચર્ચા થઈ હતી. અનેક લેખ આ અંગે અખબારોમાં લખાયા હતા. “ હજી પણ સંમેલનના સંચાલકો સાધ્વીજીઓને આમંત્રણ આપી શકે છે. ભગવાન મહાવીરે તો ચર્તુવિધ સંઘમાં સાધ્વીઓને સ્થાન આપી તેઓને ઉચિત પદે સ્થાપેલ છે, પરંતુ આપણા સંમેલનના સંચાલકો પ્રભુ મહાવીરે નિયત કરેલા સ્થાન પરથી સાધ્વીને ઉથલાવી પાડી તેને સ્થાન ભ્રષ્ટ કરી ભગવાનની આજ્ઞા ઉથાપવા માગતા હોય તો તે ભલે ઉથાપે.” નાગકુમાર મકાતી - સંવત ૧૯૯૦. પૂજય સાધ્વીજીઓને સંમેલનમાં ઉપસ્થિત રહેવા માટેની આ વાત છે, અને તેમના વિશાળ અનુભવોનો લાભ શાસનને મળશે. પૂજય સાધ્વીજી ભગવંતોને વ્યાખ્યાન આપવા અંગે રજા આપવા વિચારણા કરવા વિનંતી. આ અંગે અનેક શાસ્ત્રપાઠ છે. ૧ બૃહતકલ્પસૂત્ર, નિર્યુકિત, લઘુભાષ્ય તથા વૃત્તિ સહિત ભાગ ૪, પાનું ૧૨૩૩ - પ્રકાશક - જૈન આત્માનંદ સભા. સિધ્ધ પંચાશિકાવચૂર્ણિ - દેવેન્દ્રસૂરિ. સિધ્ધપ્રાભૃત. મલયગિરિ કૃત નંદીસૂત્ર ટીકા. સેનપ્રશ્ન. હીર પ્રશ્નોત્તર. સ્થાનાંગસૂત્ર. ઉત્તરાધ્યયન સૂત્ર - નભિરાજ ચરિત્ર. મહાબલ મલયસુંદરી ચરિત્ર - જયતિલકસૂરિ. વ્યવહારસૂત્ર - સાતમો ઉદ્દેશો - સાધ્વીજીઓને પદવી ની વાત. આપણે સૌ જાણીએ છીએ કે આ પાઠ સામે અનેકાનેક પાઠ રજુ થવાના જ. પણ દેશ કાળ ક્ષેત્ર ની જરૂરીયાત છે. એક દાખલો આપું. હમણા - સં.૨૦૭૧ ના ચાર્તુમાસ દરમ્યાન - રાજસ્થાનમાં ચિત્તોડ પાસે તાલુકા કક્ષાના એક ગામમાં શ્રીસંઘ ના કામ અર્થે જવાનું થયું. અહીં પૂજય સાધ્વીજી ભગવંતોનું ચાર્તુમાસ હતું. Page #38 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૩૬ વ્યાખ્યાનમાં હાજર રહેવાનું બન્યું. શ્રાવક | શ્રાવિકા સંઘ ઉપસ્થિત હતો. પૂજય સાધ્વીજીએ પ્રભાવક વ્યાખ્યાન આપ્યું, નવકાર કળશની ઘેર ઘેર સ્થાપના વિગેરે ઘણાં અનુષ્ઠાનો પૂજય સાધ્વીજીની નિશ્રામાં થયાં. પૂજય સાધ્વીજી ભગવંતને વંદન કરવા ગયાં, સાહેબ ! વ્યાખ્યાનની અનુમોદના, પણ અમને આપ જેવાં વિદુષી સાધ્વીજી ભગવંતોનો લાભ મળતો નથી. જવાબ ખૂબ વિચારણીય હતો. “ તમારે ગુજરાતમાંતો ખૂબ આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો છે, ત્યાં અમારી જરૂરીયાત જણાતી નથી, અહીં ભાવક્ષેત્રોમાં અમને અને શ્રીસંઘને ખૂબ લાભ થાય છે”. આ જવાબ આ પ્રશ્નનો અંતિમ જવાબ છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૩૭ દ્વારકા ઉધ્ધારની જરૂરીયાત. પ્રશ્ન-૭ ગુજરાતમાં માત્ર એક તીર્થકર ભગવાનની કલ્યાણક ભૂમિ છે, પ્રભુ નેમિનાથની દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ ગિરનાર પર. ગિરનાર તીર્થના સર્વાગી ઉત્થાન માટે એક પૂજય ગુરૂવર્યશ્રી સશકત પ્રયાસ કરી રહ્યા છે, અનુમોદના. પણ દ્વારકા ..... જયાં પ્રભુ નેમિનાથ સંસારમાં રહી વિર્યા, વિચર્યા, અને સંયમ માર્ગ માટે દ્રઢ થયા એ પાવનભૂમિ દ્વારકામાં આપણું - જૈનોનું કોઈ અસ્તિત્વ નથી. રાજકોટ જામનગર રોડ પર જામખંભાળીયા થી દ્વારકા થી જામનગર આ લગભગ ૧૦૦૦ ચો.કિ.મી.થી વધુ વિસ્તારમાં એક પણ જિનાલય નથી. દ્વારકામાં કોઈ જિનાલય નથી, દ્વારકા થી ઓખા રોડ પર દ્વારકાથી ૨૪ કિ.મીટર આરંભડા નામના નાનકડા ગામડામાં એક જિનાલય હતું, પણ છેલ્લા ધરતીકંપ વખતે તે નષ્ટ થયું. (ફરી ત્યાં જિનાલય બની રહ્યું છે) દ્વારકા અંગે હમણા એક ખૂબ અભ્યાસપૂર્ણ (ઈ.સ.૨૦૧૨) પુસ્તક પુસ્તક પ્રગટ થયું. દ્વારકા માં આવેલ તમામ નાનાં-મોટાં, તમામ ધર્મનાં, મંદિરોની વિગતો છે, મજાની વાત છે કે, આ ૨૮૮ પાનાના પુસ્તકમાં કયાંય “જૈન” શબ્દ જ નથી . આપણે જિનાલય નિર્માણ માટે ગૌરવ લઈ શકીએ તેવું કામ કરી રહ્યા છીએ. શ્રાવકો ગુરૂવર્યોની પ્રેરણાથી ભવ્ય જિનાલયોનાં નિર્માણ કરી જ રહ્યા છે. આપણી પાસે ખૂબ દેવદ્રવ્ય પણ છે. દ્વારકમાં એક અતિભવ્ય જિનાલય નિર્માણ પામે, પ્રભુ નેમિનાથના જીવનને ઉજાગર કરતાં શિલ્પો સાથે. યાદ રહે, શ્રીકૃષ્ણનો જન્મ, સ્વર્ગવાસ કશું જ દ્વારકામાં નથી, છતાં ત્યાં “જગત મંદિર” છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૩૮ બેસતા મહિનાનાં, પુષ્ય નક્ષત્રનાં માંગલિકો અને જન્મ દિવસની અતિભવ્ય ઉજવણીઓ. પ્રશ્ન-૮ ૧. બેસતા મહિનાનાં, પુષ્ય નક્ષત્રનાં મહામાંગલિકો, તે સમયે ભવ્ય ભોજન સમારંભો, દેશવિદેશ થી મહામાંગલિક સાંભળવા આવતા ભકતો અંગેનાં પોસ્ટરો, વોટ્સએપ, અખબારી જાહેરાતોએ શાસનમાં એક ગંભીર સ્થિતિનું નિર્માણ કર્યું છે. મને બેસતા વર્ષના મહામાંગલિકમાં આવવાનું એક આમત્રણ ચેન્નઈ થી મળ્યું, ૨૩' X ૩૬' મલ્ટીકલર લેમીનેશન કરેલુ રૂ.૪૦ થી વધુ કિંમતનું આ આમત્રણ કાર્ડ હતું. પૂજય ગુરૂવર્યો | સાધ્વીજી ભગવંતો પાસે જયારે પણ જઈએ, તેઓશ્રીના શ્રીમુખેથી જે શબ્દો આપણા કાને પડે તે જ મહામાંગલિક. મહામાંગલિક પછી તેમાં હાજર રહેલ શ્રાવક | શ્રાવિકાનાં ૧૦૦-૨૦૦ ફોટાઓનાં સામાયિકો પણ હવે તો સામાન્ય થઈ ગયાં છે. મહામાંગલિકોની શરૂઆત ચોકકસ અને ખૂબ વ્યાજબી કારણોસર એક ચોકકસ ક્ષેત્રમાં લગભગ ૧૦૦ વર્ષ પહેલાં થઈ હતી, ખૂબ ઉપયોગી પણ થઈ, હવે એ સ્થિતિ કે કારણો છે જ નહીં. શ્રાવકોને પ્રભુ પ્રત્યે નહી, પણ ગુરૂવર્ય પ્રત્યે ભકિત અને શ્રધ્ધા તરફ દોરવાનુ આ અનુચિત કાર્ય અટકાવવા યોગ્ય કરવા વિનંતી. ૨ જન્મ દિવસની અતિભવ્ય ઉજવણીઓ ૧૫ વર્ષ પહેલાં એક ગીતાર્થ આચાર્ય ભગવંતે ખૂબ અરજન્ટ કામે સૂરત થી ૪૦૦ કિ.મી. દૂર એક ગામડામાં મને બોલાવેલ. કારણ હતું, તેઓશ્રીના સમુદાયના એક આચાર્યશ્રી સૂરતમાં તેઓશ્રીનો એટલેકે સૂરત સ્થિત આચાર્યશ્રીનો - જન્મ દિવસ ભવ્ય રીતે ઉજવવાના હતા. ગીતાર્થ આચાર્ય ભગવંતે તે ઉજવણી અટકાવવા મને બોલાવેલ. પૂજયશ્રીનો પત્ર અને તેઓશ્રીની લાગણી સૂરત સ્થિત આચાર્યશ્રીને જણાવતાં તેઓશ્રીએ જન્મ દિવસની ઉજવણી બંધ રાખેલ. Page #41 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૩૯ ખેદ સાથે કહું, ઉજવણી નહી કરવાનું કહેનાર એ વડીલ આચાર્યશ્રી અને ઉજવણી રદ કરનાર આચાર્યશ્રી - બંને આચાર્ય ભગવંતો આજે જન્મદિવસની ઉજવણી ધામધૂમથી કરે છે. આવી ઉજવણી પાછળ, સંઘના શ્રાવકોની શકિત મુજબ ખર્ચ કરાવાય છે, અતિ ખર્ચ. આ ઉજવણીમાં ગુણાનુવાદ, પૂજા-પૂજનો, અનેક જિનાલય આંગીઓ, વિગેરે માટે આ રકમ ખર્ચાઈ રહી છે. કલ્પના કરો, પોતાના ગુણાનુવાદનું પોતે આયોજન કરવું અને પાટ પર બેસી પોતાના ગુણાનુવાદ સાંભળી મલકાવું ! જન્માન્તરો ઘટાડવા, જન્મોથી મુકત થવા, મોક્ષ માટે સંયમ ગ્રહણ કરનાર, પોતાના જન્મ દિવસે શહનાઈ, ઢોલ, વાજાં વગડાવે તે બરાબર છે? Page #42 -------------------------------------------------------------------------- ________________ ડેટા સેન્ટર ઃ- અધિકૃત માહિતી સંસ્થાન પ્રશ્ન-૯ પાના નં.૪૦ તપાગચ્છમાં અત્યારે કેટલાં પૂજય સાધુ /સાધ્વીજી છે ? કેટલાં શ્રાવક / શ્રાવિકા છે ? કોઈ માહિતી આપણી પાસે નથી. (ભૂતકાળમાં અંગ્રેજ સરકારે આવી ડિરેકટરીઓ પ્રસિધ્ધ કરી છે.) ( સૂરતના શ્રાવકોએ આ કામ કર્યુ છે.) કયાં કેટલાં જિનાલય, પ્રભુબિંબ, ઉપાશ્રય, ધર્મશાળા, ભોજનશાળા, પાંજળાપોળ - કશીજ માહિતી આપણી પાસે નથી. જૈનોમાં વ્યવહારીક, ધાર્મિક, શિક્ષણનો કોઈ જ ડેટા આપણી પાસે નથી. જૈનોની આર્થિક સ્થિતિનેા ડેટા નથી. અધિકૃત ડેટા વિના કાઈપણ બાબતે કશું જ આયોજન કરી શકાય નહી. ડેટા મળતા અનેક પ્રશ્નો ના ઉકેલ આવી શકે તેમ છે અને જે તે બાબતે સુદઢ આયોજન સંભવ છે. એક દાખલો આપું : વર્તમાન ચોવીશી ના તમામ તીર્થંકર ભગવંતો વર્તમાન પૂર્વ અને ઉત્તર ભારત માં જન્મ્યા, વિચર્યા, નિર્વાણ પામ્યા- (અપવાદ છે. ) આપણાં વર્તમાન પૂજય સાધુ / સાધ્વીજી ભગવંતો કોઈ ચોકકસ ભૂમિ માં થી પ્રભુ માર્ગે આવ્યાં છે ? તે ભૂમિ કઈ ? કેમ ? - ડેટા ઉપયોગનો આ અતિ સુક્ષ્મ ઉપયોગ છે. સ્થૂળ ઉપયોગ તો કલ્પનાતીત. આવાં ડેટા સેન્ટર કોઈ વ્યકિત કરી રહી છે તેવો બચાવ કૃપા કરી કરશો નહી. તે ડેટા સેન્ટરના ઉપયોગ અન્ય કાર્યો માટે થવાનો છે. આપણે સત્તાવાર રીતે શ્રી શાસનનું ડેટા સેન્ટર બનાવવાનું છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ સત્તાવાર ગ્રંથાલય :- (Reference Library) / શ્રુતરા પ્રશ્ન -૧૦ પાના નં.૪૧ આપણે ત્યાં પૂજય આચાર્ય ભગવંતો દ્વારા નિર્મિત ધણા જ પ્રતિષ્ઠિત અને અતિ ઉપયોગી જ્ઞાનભંડારો છે. કોબા, એલ.ડી., જેવા ઘણા જ ઉપયોગી ગ્રંથ ભંડારો આપણું ગૌરવ છે. પણ શ્રી સંઘની માલિકીનો કોઈ જ્ઞાન ભંડાર નથી. આ ભંડારમાં પૂજય સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા દ્વારા લખાતા / પ્રકાશિત થતાં અને જૈન - જૈનો, જૈનદર્શન અંગે પ્રગટ થતાં તમામ પુસ્તકો ફરજિયાત વસાવવાંજ જોઈએ, અને કોઈપણ સમયે એ ગ્રંથ સંદર્ભ ગ્રંથ તરીકે અધિકૃત ગણાવો જોઈએ.( દરેક રાષ્ટ્ર / રાજય અને ધર્મને આવાં ગ્રંથાલયો છે જ) આ જ્ઞાનભંડાર શ્રુત રક્ષા, અને સંદર્ભ માટે જ છે. તેનો ઉપયોગ રોજિંદા અભ્યાસ માટે ગ્રંથો પૂરા પાડતા ગ્રંથભંડાર જેવો નથી. શ્રુતરક્ષા ઃ આ અતિ ગંભીર પ્રશ્નોનો ઉકેલ શોધવા પ્રયત્નો થયા છે- જિનશાસન આરાધના ટ્રસ્ટ, હર્ષ પુષ્પામૃત, શ્રુત ભવન, પ્રવચન શ્રૃત તીર્થ, બાબુલાલ સરેમલજી વિગેરેના પ્રશસ્ય, આ પ્રયાસો છે. પણ દિશાઓ અલગ છે. વ્યક્તિઓ / સંસ્થાઓ દ્વારા થતાં આ કામની અનુમોદના થઈ શકે. પણ શ્રી સંઘે સદીઓ- સદીઓ પછીનું વિચારવાનું છે. આપણા તમામ સાહિત્યનું ડીજીટીલાઈઝેશન (Degitilization) ડીવીડી, હાર્ડડિસ્ક, પેનડ્રાઈવ, પર આ સામગ્રીને એક-બે-ત્રણ સ્થળે શ્રી સંઘ દ્વારા સાચવવી. અવાર નવાર જુના ડેટા ચેક કરવો. શ્રી સંઘ સમગ્રતયા આ કામ કરી શકે. Page #44 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૪૨ સંઘ માર્ગદર્શક મંડળો. પ્રશ્ન-૧૧ સંઘ ને તેનાં તમામ કામો માટે માર્ગદર્શન મળી રહે તે હેતુ થી નિષ્ણાતોનાં ચોકકસ માર્ગદર્શક મંડળો ની હવે અત્યંત જરૂરીયાત ઉભી થઈ છે. વકીલોની પેનલ:- ટ્રસ્ટ એકટ, લઘુ મતિ અંગેના પ્રશ્નો, તીર્થરક્ષા ના પ્રશ્નો, સંઘ ઉપર થતા અનેક પ્રકારના નાના-મોટા કાયદાકીય વિવાદોમાં અનુભવી વકીલોની કાયમી સલાહ મળતી રહે. ડોકટરની પેનલ:- શ્રી સંઘના સભ્યોને દાકતરી મદદ, મેડીકલ ઈસ્યુરન્સના પ્રશ્નો, પૂ.સાધુ/ સાધ્વીજી ની ગંભીર બિમારી વખતે આ પેનલ નો અભિપ્રાય વિગેરેમાં ઉપયોગી થઈ શકે. સોમપુરાઓની પેનલ :- જિનાલયો શાસ્ત્રીય રીતે બને, કોઈ દોષ રહે નહી, કોન્ટેકટર સોમપુરાઓ દ્વારા થતી છેતરપિંડીઓ અટકે. એક દાખલો આપુ, જિનાલય નિર્માણ માટે આવતા તમામ પ્રકારનાં પથ્થર એટલેકે, આરસ / બંસી પહાડપુર, જોધપુર, જેસલમેર માં સોમપુરા જે માપ લખે છે. ૧૪ કોલમ = ૭૯૦ ઘનફુટ માપ થશે. હવે સોમપુરા આ માપનો ગુણાકાર ૭૩x ૨' ૯” X ૩'૩” x ૧૪ કોલમ = ૯૦૦ ઘનફુટ કરશે. - ૧૧૦ ઘનફુટ વધારે ગણાશે. હવે શ્રીસંઘ આ કોલમ ૭' x ૨'” X ૩' X ૧૪ કોલમ = આ માપ ૭૩૫ ઘનફુટ થશે. અહીં કુલ ૧૭૨ ઘનફુટ ની રકમ આપણે વધારે આપીએ છીએ. ૧૭૨ ઘનફુટ x ૩૫૦૦ (મકરાણા) = ૬,૨૦,૦૦૦/- રૂપિયા કોઈ શાસ્ત્રીય કારણ વિના વધારે આપીએ છીએ, કલ્પના કરો પૂરા જિનાલયમાં આપણે કુલ કેટલી રકમ વધુ ચુકવતા હોઈશ? તટસ્થ અને શાસ્ત્રીય જ્ઞાન ધરાવતા સોમપુરાઓની પેનલ દેવદ્રવ્યના કરોડોકરોડો રૂપિયા બચાવી શકે. મકરણા ને બદલે અંબાજી કે શ્રીનાથજી નો માલ આપી દેવાના દાખલા બને જ છે, શિલ્પ કામમાં પણ આપણે માપની દ્રષ્ટિએ ખૂબ છેતરાઈ રહ્યા છીએ. Page #45 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૪૩ શાસનધ્વજ, શાસનગીત, શાસનચિત પ્રશ્ન-૧૨ જગતની તમામ પ્રતિષ્ઠિત સંસ્થાઓને, જગતના તમામ ધર્મોને, પોતાના ગૌરવ, પોતાની ઓળખ, પોતાના અનુયાયીઓને પ્રેરણા અને માથું ઉચું રાખવા ત્રણ ગૌરવ ચિહ્નનો છે- ધ્વજ, ગીત, ચિહ્નન. વિશ્વના તમામ દેશોને તેમના રાષ્ટ્રધ્વજ છે, રાષ્ટ્રગીત છે, રાષ્ટ્રીય ચિહ્ન છે, જગતના તમામ ધર્મો ઈસાઈ, મુસ્લિમ, શીખ, બેંધ્ધ, હિન્દુ સૌને આ ચિહ્નો છે. આપણી પાસે ૨૫૦૦ વર્ષથી કશું છે? હું જૈન છું, આ સંસ્થા મારી છે, આ દિવસે મારા પ્રભુએ શાસન સ્થાપ્યું હતુ- કશું જ નથી. ભારત સરકારના તમામ સ્થાનોએ ચૌમુખસિંહ હોય, ખ્રિસ્તીઓના તમામ સ્થળોએ પ્રેસ હોય, મુસ્લિમોનો ચાંદ સહિતનો ધ્વજ હોય, હિન્દુ અને ભગવો એ હિન્દુ ધર્મ ની ઓળખ હોય - આપણી પાસે ? ' આપણે જયારે જિનાલય પાસેથી પસાર થઈ એ અને માથુ નમાવી “ નમો જિણાંણે "કહીએ એજ રીતે આપણા ઉપાશ્રયો, ધર્મશાળાઓ, ભોજનશાળાઓ, પાંજળાપોળો, શિક્ષણ સંસ્થાઓને આ ચિહ્ન હોય તે પવિત્ર ચિહ્ન જોઈએ અને “નમો જિન શાસનમ્” કહીએ. વૈશાખ સુદ અગિયારસના પાવન દિવસે ગુરૂવર્યોની હાજરીમાં શાસનધ્વજ ને પ્રણામ. શાસનગીત નું સુમધુર ગાન અને શાસનચિહ્ન ના અભિષેક નો કાર્યક્રમ રાખીએ, “મારું જિનશાસન ” એ મંત્ર હવે સતત રીતે રટવાનો સમય થયો છે. કૃપા કરી અન્ય સંપ્રદાયના ધ્વજને આપણો ધ્વજ કહેશો નહી. કોઈ સંસ્થાનું ગીત શાસન ગીત છે તે જણાવશો નહી. આપણો ધ્વજ, આપણું ગીત, આપણું ચિહ્ન જોઈએ છે અમને, આપણા ગૌરવ માટે. આ અનિવાર્ય પણે ભવિષ્યને લક્ષમાં રાખી કરવા જેવું કામ છે. થઈ શકે તેમ છે. ખૂબ વિદ્યાવાનો છે ચર્તુવિધ સંઘ માં, બધું શોધી કાઢશે. Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-૧૩ જૈન ધર્મ અને તેના દર્શન વિરૂધ્ધ પ્રગટ થતું સાહિત્ય. પાના નં.૪૪ આપણી પાવન પરંપરા વિરૂધ્ધ લગભગ એક સદીથી ખૂબ વિકૃત કહી શકાય તેવું સાહિત્ય ખૂબ મોટા પ્રમાણમાં પ્રસિધ્ધ થઈ રહ્યું છે. ગઈ પેઢીએ તે વાંચ્યા પછી માત્ર મૌન પાળ્યું છે, તે સમયે કદાચ આ અપપ્રચારક સાહિત્યની અસર સાહિત્યના સિમિત વાચન અને તે પછી તેના સિમિત પ્રચારને કારણે ઓછી થઈ છે. ઝેર તો પીધાં છે જાણી જાણી (મનુભાઈ પંચોલી), પાટણની પ્રભુતા (કનૈયાલાલ મુનશી) વિગેરે ગઈ પેઢીના આ લેખકોએ આપણે વ્યથિત થઈ એ તેવું ખૂબ લખ્યું છે. હમણાં જ પ્રગટ થયેલ પ્રશ્ન પ્રદેશની પેલે પાર (દિનકર જોશી), મહામાનવ શ્રીકૃષ્ણ (નગીનદાસ સંઘવી), વસ્તુપાળ - તેજપાળ (સ્વામિ સચ્ચિદાનંદ) આ ખૂબ વંચાતા લેખકોએ આપણી વિરૂધ્ધ નિંદનિય લખ્યું છે. અનેક અખબારી કોલમોમાં જૈન ધર્મ વિશે કશી જ ઉડી સમજ વિના બેફામ લખાય છે. આ પ્રકારના સાહિત્ય પ્રત્યે દુઃર્લક્ષ એ ધર્મનિષ્ઠા પ્રત્યે દુઃર્લક્ષ છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ પાના ન.૪૫ પૂજય ગુરૂભગવંતોનું વર્તન. પ્રશ્ન-૧૪ આ બાબત સંમેલનમાં ચર્ચવાની વાત થી ખૂબ ઉહાપોહ થવાની પૂરેપૂરી સંભાવના છે. પૂજય ગુરૂભગવંતોનો વિવેક, વિનય, સરળતા, ઋજુતા, ચારિત્રનું દ્રઢ પાલન, સતત સ્વાધ્યાય, મહાતપા- આ વંદનીય, પૂજનીય ગુરૂવર્યોના વર્તનના કોઈ પ્રશ્નો હોઈ શકે? હોવા ન જ જોઈએ. અત્યારે આ પ્રશ્નો ઉભા થયા છે. આ પ્રશ્ન અત્યારે ખૂબ કડક રીતે ઉકેલવામાં નહીં આવે તો ભવિષ્યમાં બનનારા બનાવો શાસનને શરમાવશેજ. સૂરતમાં પૂજય ગુરૂવર્યોના વર્તન અંગે બનેલ થોડા દાખલા આપુ છું. એક પૂજયશ્રીએ એક સંઘમાં ચાલુ સંવત્સરી પ્રતિક્રમણ અડધે અટકાવી શ્રીસંઘને જણાવ્યું, “મારી નિશ્રામાં ચાલતી આ સંસ્થામાં ............ રૂા.આપો. નહીંતો સંવત્સરી પ્રતિક્રમણ આગળ કરાવીશ નહી. હું વ્યાખ્યાન આપું છું, અત્યારે કોઈ આરતી થઈ શકે નહી, ઘંટ વગાડી શકાય નહી. આ બંધ કરો, નહી તો હું વ્યાખ્યાન આપીશ નહી. બેસતા વર્ષના માંગલિક બાદ શ્રીસંઘે નવકારશી નું આયોજન કરવાનું રહેશે, નહીં તો હું બેસતા વર્ષનું માંગલિક આપીશ નહી. હું દૂર ઉપધાન કરાવું છું, ચાર્તુમાસ પરિવર્તન માટે આવીશ નહી. સમગ્ર ચાર્તુમાસ દરમ્યાન વિવિધ આયોજનો દ્વારા મેં આ ખાતામાં (ક્ષેત્રમાં) ....... રૂ. એકત્ર કર્યા છે. તેમાં થોડી રકમ ઉમેરી અમારા આ તીર્થને આપી દો. Page #48 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૪૬ એક ગુરૂવર્યશ્રીએ વ્યાખ્યાન પાઠ પરથી “ આચાર્ય એટલે મહારાજા, તમો અમારી રૈયત છો....” વિગેરેનું પ્રરૂપણ કર્યું. સુપનના ચડાવા બોલાતા હતા ત્યારે એક ગુરૂવર્યશ્રી ચડાવા જાતે બોલવા લાગ્યા. શ્રાવકો પાસે જઈ ચડાવા બોલવા લગભગ દબાણ કર્યું. આ સંઘમાં હું નરક જેવી વેદના અનુભવું છું. એક સંઘમાં વ્યાખ્યાન ગુરૂવર્યશ્રીની પ્રરૂપણા. બીજી અનેક ઘટનાઓ બની રહી છે, લખતાં પણ ક્ષોભ થાય તેવી, અને એ સૌ જાણે છે, છતાં કોઈ કશું જ કરી શકે તેવી હાલતમાં નથી. શાસનની ગૌરવભરી આવતીકાલ માટે આ બાબતે કશું કરી શકાય ? મૌનની તાકાતને ના નજર અંદાજ કર, ભીતરી તોફાનને ના નજર અંદાજ કર, કદાચ અવિવેકનો વિસ્ફોટ આવી રહ્યો છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૪૭ બાલદીક્ષા, દેવદ્રવ્ય, તિથિ. પ્રશ્ન-૧૫ જગતમાં કોઈપણ મતભેદ- તે રાજકીય, આર્થિક કે ધાર્મિક મતભેદ ને ઉકેલ ૧૦૦ થી વધુ વર્ષથી ન આવ્યો હોય તેવા મતભેદ અસ્તિત્વમાં નથી, અને જયાં આ મતભેદ ઉકેલાયા નથી, ત્યાં વિભાજન - એ જ પરિણામ આવ્યું છે. બાલદીક્ષા, દેવદ્રવ્ય, તિથિ આ ત્રણ પ્રશ્નો છેલ્લી એક સદીથી વધુ સમય થી ચર્ચાય છે. સૌ સંમત થાય તેવો ઉકેલ આજ સુધી આવ્યો નથી. આ પ્રશ્નોની ચર્ચા કોઈ શ્રાવક કરે તે બાબત કોઈ ગુરૂવર્ય સ્વીકારી શકે તેમ નથી. અમો શ્રાવકો ઈચ્છીએ છીએ, આ પ્રશ્નો ઉકેલાય, સૌ સંમત થાય તેમ ઉકેલાય. માત્ર એક સવાલ, આ સવાલ દુઃસાહસ જેવો છે, પણ કરું. પ્રભુ મહાવીર કેવલજ્ઞાની, તીર્થકર તરીકે ત્રીસ વર્ષ આ વિશ્વમાં વિચર્યા. પ્રભુની દેશના સાંભળી અનેક જીવો પામ્યા, સંયમ ગ્રહણ કરી મોક્ષે ગયા. આ ત્રીસ વર્ષમાં પ્રભુ મહાવીરે કોઈ બાળકને દીક્ષા આપી હતી? તે મુનિ કોણ? તેમનું જીવનચરિત્ર આપણી પાસે છે ? દેવદ્રવ્ય અને તિથિ, શુધ્ધ દ્રવ્ય વ્યવસ્થા અને આરાધના ના પ્રશ્નો છે. કંઈ ઉકેલવાનું બાકી રહ્યું છે તે કશાજ આગ્રહ વિના, મહાગ્રહ વિના, સાથે બેસીને ઉકેલવાનો સશકત પ્રયાસ પ્રારંભીએ? આ પ્રશ્નો નહી ઉકેલાવાનું એક જ કારણ છે, “અમારું સત્ય આખરી છે, અન્ય કોઈ સત્ય હોઈ શકે જ નહી,” બંને પક્ષે “સત્ય” ની આ સમજ છે, અને આ “સમજ” દ્રઢ રીતે રજુ કરવા શાસ્ત્રોનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે, તે છેલ્લી એક સદીથી થતી શાસ્ત્રોની હિલના સિવાય કશું જ નથી. પ્રભુની વાણી, પૂર્વાચાર્યો ની વાણી, રફેદફે થઈ રહી છે. હમણાં જ સિધ્ધાંતપ્રેમીઓ દ્વારા લઘુ સંસ્કરણ નામે એક પુસ્તક પ્રગટ થયું. સંવત ૨૦૭૨ નું સંમેલન આવી રહ્યું છે, આ પુસ્તકનો એક માત્ર હેતુ છે, સંવત ૨૦૪૪ ના ઠરાવોનું પિંજણ કરવાનું. ન અટકી શકાય? દેવદ્રવ્ય અંગે દેવદ્રવ્યની અતિવૃધ્ધિનો એક નવો પ્રશ્ન ઉભો થયો છે, અને તેના કારણે જે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે, તે અંગે પણ વિચારવાનો સમય આવ્યો છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ પાના નં.૪૮ હું - હું - મને - મને, અનુભવ, મે - એ શબ્દો માટે અને કયાંક થયેલ શબ્દ અવિનય માટે ક્ષમા ચાહું છું. આ પત્રમાં આ શબ્દો વારંવાર વપરાયા છે. પણ પત્રને અધિકૃત બનાવવા, પત્રની સંપૂર્ણ જવાબદારી લેવા આ “હું”, “મને " જરૂરી લાગ્યું છે. મને થયા છે તેવા સારા-નરસા અનેક અનુભવો અન્ય શ્રાવક મિત્રોને પણ થયા છે, તેમની સાથેની વાતમાં આ અનુભવો તેમણે મને જણાવ્યા છે. પણ બીજાએ કહ્યું છે, કોઈ એ કહ્યું છે, એ વાકયો પત્રની અધિકૃતતા ઘટાડે જ. એટલે અન્ય કોઈના અનુભવ અહીં ઉપયોગી હોવા છતાં લીધા નથી. આ પત્રમાં ઘણી જગ્યાએ ખૂબ કડક લખાયું છે, ન ગમતું સત્ય લખાયું છે, કયાંક તો શબ્દ વિનય નો ભંગ પણ થયો જ છે. પૂર્ણ સત્ય લખવું, બોલવું, તે છેલ્લાં 40-50 વર્ષથી શાસનમાંથી અસ્ત થયું છે. સૌને ગમતું (અસત્યની ખૂબ નજીકનું) સત્ય બોલવાની એક અભૂત પ્રણાલી અત્યારે વિકસી છે. જો સત્ય બોલશે તો ગુરૂવર્યોના ભકતો (શ્રાવકો નહીં) એ સ્વીકારવાને બદલે ધમાલ કરશે, આપણી વાત કોઈ ભકત સાંભળે તેમ નથી, તેવી ફેકી દેવા જેવી દલીલ ખૂબ જવાબદાર શ્રાવકો દ્વારા થઈ રહી છે, યાદ રહે ભકતો પણ ખરેખર તો, શ્રાવકો જ છે. સત્ય સ્વીકારવાના ભકત શ્રાવકોમાં પણ ખૂબ ઉડા સંસ્કાર છે. છતાં આ પત્રમાં કશુંક ખટકે તો, ન ગમે તો, અવિનય જણાય તો, અંતઃકરણ પૂર્વક ક્ષમા ચાહું