Book Title: Ruday Kamal Me Dhayan Dharat Hu
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/008928/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હૃા . (G, Eled શ્રી પ્રિયદર્શન For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હૃદય કમલ મેં ધ્યાન ઘરત હું (નવપદજી પર પ્રવચનો) Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેચનકાર [આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી મ.] For Private And Personal Use Only 188 Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુનઃ સંપાદન જ્ઞાનતીર્થ - કોબા તૃતીય આવૃત્તિ વિ.સં. ૨૦૩૫, ૩૧ ઓગસ્ટ ૨૦૦૯ મંગલ પ્રસંગ રાષ્ટ્રસંત શ્રતોદ્ધારક આચાર્યદેવશ્રીપાસાગરસૂરિજીનો ૭૫મો જન્મદિવસ. તિથિ : ભાદરવા સુદ-૧૧, તા. ૩૧-૮-૨૦૦૯, સાંતાક્રુઝ - મુંબઈ મૂલ્ય પાકુ પેઠું રૂ. ૧૩૫.૦૦ કાચુ પેઠું રૂ.પ૦.૦૦ આર્થિક સૌજન્ય શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર USLELS શ્રી મહાવીર જૈન આરાઘના કેન્દ્ર આચાર્ય શ્રી કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર કોબા, તા. જિ. ગાંધીનગર - ૩૮૨૦૦૭ ફોન નં. (૦૭૯) ૨૩ર૭૯ર૦૪, ૨૩૨૭૬રપર email: gyanmandir@kobatirth.org website : www.kobatirth.org મુદ્રક : નવપ્રભાત પ્રિન્ટર્સ, અમદાવાદ - ૯૮૨૫૫૯૮૮પપ - ટાઈટલ ડીઝાઈન : આર્ય ગ્રાફિક્સ - ૯૯૨૫૮૦૧૯૧૦ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पूज्य आचार्य भगवंत श्री विजयभद्रगुप्तसूरीश्वरजी श्रावण शुक्ला १२, वि.सं. १९८९ के दिन पुदगाम महेसाणा (गुजरात) में मणीभाई एवं हीराबहन के कुलदीपक के रूप में जन्मे मूलचन्दभाई, जुही की कली की भांति खिलतीखुलती जवानी में १८ बरस की उम्र में वि.सं.२००७, महावद ५ के दिन राणपुर (सौराष्ट्र) में आचार्य श्रीमद् विजयप्रेमसूरीश्वरजी महाराजा के करमकमलों द्वारा दीक्षित होकर पु. भुवनभानुसूरीश्वरजी के शिष्य बने. मुनि श्री भद्रगुप्तविजयजी की दीक्षाजीवन के प्रारंभ काल से ही अध्ययन अध्यापन की सुदीर्घ यात्रा प्रारंभ हो चुकी थी.४५ आगमों के सटीक अध्ययनोपरांत दार्शनिक, भारतीय एवं पाश्चात्य तत्वज्ञान, काव्य-साहित्य वगैरह के 'मिलस्टोन' पार करती हुई वह यात्रा सर्जनात्मक क्षितिज की तरफ मुड़ गई. 'महापंथनो यात्री से २० साल की उम्र में शुरु हुई लेखनयात्रा अंत समय तक अथक एवं अनवरत चली. तरह-तरह का मौलिक साहित्य, तत्वज्ञान, विवेचना, दीर्घ कथाएँ, लघु कथाएँ, काव्यगीत, पत्रों के जरिये स्वच्छ व स्वस्थ मार्गदर्शन परक साहित्य सर्जन द्वारा उनका जीवन सफर दिन-ब-दिन भरापूरा बना रहता था. प्रेमभरा हँसमुख स्वभाव, प्रसन्न व मृदु आंतर-बाह्य व्यक्तित्व एवं बहुजन-हिताय बहुजन-सुखाय प्रवृत्तियाँ उनके जीवन के महत्त्वपूर्ण अंगरूप थी. संघ-शासन विशेष करके युवा पीढी, तरुण पीढ़ी एवं शिशु-संसार के जीवन निर्माण की प्रकिया में उन्हें रूचि थी... और इसी से उन्हें संतुष्टि मिलती थी. प्रवचन, वार्तालाप, संस्कार शिबिर, जाप-ध्यान, अनुष्ठान एवं परमात्म भक्ति के विशिष्ट आयोजनों के माध्यम से उनका सहिष्णु व्यक्तित्व भी उतना ही उन्नत एवं उज्ज्वल बना रहा. पूज्यश्री जानने योग्य व्यक्तित्व व महसुस करने योग्य अस्तित्व से सराबोर थे. कोल्हापुर में ता. ४-५-१९८७ के दिन गुरुदेव ने उन्हें आचार्य पद से विभूषित किया. जीवन के अंत समय में लम्बे अरसे तक वे अनेक व्याधियों का सामना करते हुए और ऐसे में भी सतत साहित्य सर्जन करते हुए दिनांक १९-११-१९९९ को श्यामल, अहमदाबाद में कालधर्म को प्राप्त हुए. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકીય પૂજ્ય આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી મહારાજ (શ્રી પ્રિયદર્શન) દ્વારા લિખિત અને વિશ્વકલ્યાણ પ્રકાશન મહેસાણાથી પ્રકાશિત સાહિત્ય જૈન સમાજમાં જ નહીં પરન્તુ જૈનેતર લોકોમાં પણ ખૂબ જ ઉત્સુકતા સાથે વંચાતુ લોકપ્રિય સાહિત્ય છે. - પૂજ્યશ્રી ૧૯ નવેમ્બર ૧૯૯૯ના રોજ અમદાવાદમાં કાળધર્મ પામ્યા પછી વિપકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટનું વિસર્જન કરી તેઓશ્રીના પ્રકાશનોનું પુનઃપ્રકાશન બંધ કરવાના નિર્ણયની વાત સાંભળીને અમારા ટ્રસ્ટીઓને ભાવના થઈ કે પૂજ્ય આચાર્યશ્રીનું ઉત્કૃષ્ટ સાહિત્ય જનસમુદાયને હમેંશા મળતું રહે તે માટે કંઈક કરવું જોઈએ એ આશય સાથે વિશ્વકલ્યાણ પ્રકાશનના ટ્રસ્ટમંડળને આ વાત પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પાસાગરસૂરિજીની સંમતિ પૂર્વક જણાવી. બંને પૂજ્ય આચાર્યોની પરસ્પરની મૈત્રી ઘનિષ્ઠ હતી. અંતિમ દિવસોમાં દિવંગત આચાર્યશ્રીએ રાષ્ટ્રસંત આચાર્યશ્રીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પૂજ્યશ્રીએ આ કાર્ય માટે વ્યક્તિ, વ્યક્તિત્વ અને કૃતિત્વના આધારે પોતાની સંમતિ પ્રેરકબળ રુપે આપી. તેઓશ્રીના આશીર્વાદ પામીને કોબાતીર્થના ટ્રસ્ટીઓએ આ કાર્યને આગળ ધપાવવા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટની પાસે પ્રસ્તાવ મુક્યો. - વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ કોબા તીર્થના ટ્રસ્ટીઓની દિવંગત આચાર્યશ્રી પ્રિયદર્શનના પ્રચાર-પ્રસારની ઉત્કૃષ્ટ ભાવનાને ધ્યાનમાં લઈ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબાતીર્થને પોતાના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તકોના પુન:પ્રકાશનના બધાજ અધિકારો સહર્ષ સોંપી દીધા. તે પછી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર સંસ્થાના કૃતસારિતા (જન બુકસ્ટોલ)ના માધ્યમથી શ્રી પ્રિયદર્શનના લોકપ્રિય પુસ્તકોનું વિતરણ જાહેર જનતાના હિતમાં ચાલુ કર્યું. શ્રીપ્રિયદર્શનના અનુપલબ્ધ સાહિત્યના પુનઃપ્રકાશન કરવાની શૃંખલામાં પ્રસ્તુત શ્રી હૃદય કલમમેં ધ્યાન ધરત હું ગ્રંથને પુનઃપ્રકાશિત કરીને વાચકોને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. શેઠ શ્રી સંવેગભાઈ લાલભાઈના સૌજન્યથી આ પ્રકાશન માટે શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર તરફથી જે ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે એ બદલ અમો સમગ્ર શેઠશ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવારના ઋણી છીએ તથા તેઓની For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાર્દિક અનુમોદના કરીએ છીએ. આશા છે કે ભવિષ્યમાં પણ તેઓશ્રી તરફથી આવો જ ઉદાર સહયોગ મળતો રહેશે. આ આવૃત્તિનું પ્રૂફરિડીંગ કરી આપનાર શ્રી જગદીશભાઈ પ્રજાપતિ, શૈલેષભાઈ શાહ તથા ફાઈનલ મૂફ કરી આપવામાં સંસ્થાના પંડિતવર્ય શ્રી મનોજભાઈ જેનનો તથા આ પુસ્તકના સુંદર કમ્પોઝીંગ તથા સેટીંગ કરી આપવા બદલ સંસ્થાના કપ્યુટર વિભાગમાં કાર્યરત શ્રી કેતનભાઈ શાહ, શ્રી સંજયભાઈ ગુર્જર તથા બાલસંગભાઈ ઠાકોરનો અમે હૃદય પૂર્વક આભાર. માનીએ છીએ. આપને અમારો નમ્ર અનુરોધ છે કે તમારા મિત્રો અને સ્વજનોમાં આ પ્રેરણાદાયી સાહિત્યની પ્રભાવના કરો. શ્રુતજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે અપાયેલું નાનકડું યોગદાન આપને લાભદાયક થશે. પુનઃ પ્રકાશન વખતે ગ્રંથકારશ્રીના આશય તથા જિનાજ્ઞા વિરુદ્ધની કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો મિચ્છામિ દુક્કડમ્. સુજ્ઞોને ધ્યાન આકૃષ્ટ કરવા વિનંતી. અન્ત, નવા કલેવર તથા સજા સાથેનું પ્રસ્તુત પુસ્તક આપની જીવનયાત્રાનો માર્ગ પ્રશસ્ત કરવામાં નિમિત્ત બને અને વિષમતાઓમાં સમરસતાનો લાભ કરાવે એવી શુભ કામનાઓ સાથે... ટ્રસ્ટીગણ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘર્મ, કલા તથા શ્રત-સાધનાનું આહ્વાદ ઘામ શ્રી મહાવીર જૈન આરાઘના કેન્દ્ર, કોબા તીર્થ અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર આવેલું સાબરમતી નદીથી નજીક સુરમ્ય વૃક્ષોની ઘટાઓથી છવાયેલું કોબા તીર્થ પ્રાકૃતિક શાંતિપૂર્ણ વાતાવરણનો અનુભવ કરાવે છે. ગચ્છાધિપતિ, મહાન જૈનાચાર્ય શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ની દિવ્ય કૃપા અને યુગદષ્ટા રાષ્ટ્રસંત આચાર્ય પ્રવર શ્રીમ પાસાગરસૂરીશ્વરજીના શુભાશિષથી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રની સ્થાપના ૨૬ ડિસેમ્બર ૧૯૮૦ ના રોજ કરવામાં આવી. આચાર્યશ્રીની એવી ઈચ્છા હતી કે અહીં ધર્મ, આરાધના તથા જ્ઞાન-સાધનાની કોઈ એકાદ પ્રવૃત્તિ જ નહીં, પણ અનેકવિધ જ્ઞાન અને ધર્મપ્રવૃત્તિનો મહાસંગમ થાય, એટલા માટે આચાર્ય શ્રી કેલાસસાગરસૂરીશ્વરજીની ઉચ્ચ ભાવનારૂપ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની સ્થાપના કરવામાં આવી. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર અનેકવિધ પ્રવૃત્તિઓ પૈકી નીચેની શાખાઓમાં સતત પ્રયત્નોથી ધર્મશાસનની સેવામાં તત્પર છે. (૧) મહાવીરાલય : હૃદયમાં અલૌકિક ધર્મોલ્લાસ જગાડનાર પરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીનો શિલ્પકલાયુક્ત ભવ્ય પ્રાસાદ મહાવીરાલય જોવા લાયક છે. પહેલા માળે ગર્ભગૃહમાં મૂળનાયક મહાવીરસ્વામી વગેરે ૧૩ પ્રતિમાઓના દર્શન અલગ-અલગ દેરીઓમાં કરી શકાય છે તથા ગ્રાઉન્ડ ફલોર પર આદીશ્વર ભગવાનની ભવ્ય પ્રતિમા, માણિભદ્રવીર તથા ભગવતી પદ્માવતી સહિત પાંચ પ્રતિમાના દર્શન કરી શકાય છે. તમામ પ્રતિમાઓ એટલી સુંદર અને ચુંબકીય આકર્ષણ ધરાવે છે કે જાણે કે સામે દર્શન કરવા બેઠા જ રહીએ! મંદિરને પરંપરાગત શૈલીથી શિલ્પાંકનોથી રોચક પદ્ધતિથી અલંકૃત કરવામાં આવેલ છે. જેમાં પગથિયાંથી શરૂ કરીને શિખરના ગુંબજ સુધી તથા રંગમંડપથી ગર્ભગૃહની દરેક પ્રદેશ જોતાં જૈન શિલ્પકલા આધુનિક યુગમાં પુનઃ જીવિત થઈ હોય તેવું લાગે છે. દરવાજા પર કોતરાએલા ભગવાન મહાવીરના પ્રસંગોમાં ૨૪ યક્ષ, ૨૪ યક્ષિણીઓ, ૧૬ મહાવિદ્યાઓ, વિવિધ સ્વરૂપોથી સજ્જ અપ્સરાઓ, દેવો, કિન્નર, પશુ-પક્ષી તથા લતામંજરી વગેરે આ મંદિરને જૈન શિલ્પ તથા સ્થાપત્યના ક્ષેત્રમાં એક અપ્રતિમ ઉદાહરણ પૂરું પાડે છે. મહાવીરાલયની ખાસ વિશિષ્ટતા એ છે કે આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ના અંતિમ સંસ્કારનો સમય એટલે કે દર વર્ષે ૨૨ મે ના રોજ બપોરે For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બે વાગ્યે ને સાત મિનિટે મહાવીરાલયના શિખરમાંથી સૂર્યકિરણ શ્રી મહાવીરસ્વામીના કપાળને સૂર્યતિલકથી ઝગમગાવે એવી અનુપમ તથા અદ્વિતીય વ્યવસ્થા કરવામાં આવી છે. દર વર્ષે આ આલ્હાદક પ્રસંગના દર્શન ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાવવિભોર બનીને દર્શન કરે છે. (૨) આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ સ્મૃતિ મંદિર (ગુરુમંદિ૨) : પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ પ્રશાંતમૂર્તિ શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજીના પુણ્ય દેહના અંતિમ સંસ્કારના સ્થળ ઉપર પૂજ્યશ્રીની પુણ્યસ્મૃતિમાં સંગમરમરનું નયનરમ્ય કલાત્મક ગુરુ મંદિર બનાવવામાં આવ્યું છે. સ્ફટિક રત્નોથી બનાવેલાં આ મંદિરમાં અનન્તલબ્ધિ નિધાન શ્રી ગૌતમસ્વામીજીની મનોહર મૂર્તિ તથા સ્ફટિકમાંથી જ બનાવેલી ચરણપાદુકા ખરેખર દર્શનીય છે! (૩) આચાર્ય શ્રી કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (જ્ઞાનતીર્થ) : વિશ્વમાં જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના જ્ઞાન વારસાના વિશાળતમ સંગ્રહ ધરાવતા અઘતન સાધનોથી સંપન્ન શોધ સંસ્થાનના રૂપે પોતાનું નામ જાળવી રાખતું આ જ્ઞાનતીર્થ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રના આત્મા સ્વરૂપે છે આ જ્ઞાનતીર્થ પોતાના કાર્યો દ્વારા સમાજમાં પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે નામ ધરાવે છે. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની અંતર્ગત નીચે પ્રમાણેના વિભાગો કાર્યરત છે. (અ) દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ હસ્તપ્રત ભાંડાગાર (બ) આર્ય સુધર્માસ્વામી શ્રુતાગાર (પ્રિન્ટેડ ગ્રંથોની લાયબ્રેરી (ક) આર્યરક્ષિત શોધસાગર (કમ્યુટર વિભાગ સાથે) (ડ) સમ્રાટ સમ્મતિ સંગ્રહાલય-આ કલાપૂર્ણ મ્યુઝિયમમાં પુરાતત્ત્વના અધ્યેતા તથા જિજ્ઞાસુ દર્શકો માટે પ્રાચીન ભારતીય શિલ્પકલાની પરમ્પરાના ગૌરવશાળી દર્શન અહીં કરી શકાય છે. પાષાણ તથા ધાતુની મૂર્તિઓ, તાડપત્ર તથા કાગળ પર લખેલી સચિત્ર હસ્તપ્રતો, લઘુચિત્રપટ, વિજ્ઞપ્તિપત્રો, કાષ્ઠ તથા હાથીદાંતમાંથી બનાવેલી પ્રાચીન તેમજ અર્વાચીન અદ્વિતીય કલાકૃતિઓ તેમજ અન્ય પ્રાચીન વસ્તુઓને ખૂબ જ આકર્ષક તથા પ્રભાવશાળી ઢંગથી ધાર્મિક તથા સાંસ્કૃતિક ગૌરવને અનુરૂપ પ્રદર્શિત કરવામાં આવી છે. (ઈ) શહેર શાખા-પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો તેમજ શ્રાવક-શ્રાવિકાઓના સ્વાધ્યાય, ચિંતન અને મનન માટે જૈનધર્મની પુસ્તકો નજીકમાં જ મળી રહે તે હેતુથી જૈન લોકો જ્યાં વધુ રહે છે તેવા અમદાવાદના પાલડી ટોલકનગર વિસ્તારમાં આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની એક શહેરશાખા ઈ. સ. ૧૯૯૯ થી શરૂ કરવામાં આવી છે કે જે આજે ચતુર્વિધ સંઘના શ્રુતજ્ઞાનના અધ્યયન માટે સતત સેવા આપી રહી છે. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) આરાધના ભવન : આરાધકો અહીં ધર્મારાધન કરી શકે એટલા માટે આરાધના ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. કુદરતી વાતાવરણ તથા પ્રકાશમય બે ઉપાશ્રયમાં મુનિ ભગવંતો નિવાસ કરીને પોતાની સંયમ આરાધનાની સાથે-સાથે વિશિષ્ટ જ્ઞાનાભ્યાસ, ધ્યાન, સ્વાધ્યાય વગેરેનો યોગ પ્રાપ્ત કરે છે. (પ) ધર્મશાળા : આ તીર્થમાં આવતાં યાત્રિકો તેમજ મહેમાનોને રહેવા માટે આધુનિક સુવિધાઓથી સંપન્ન યાત્રિકભવન અને અતિથિભવન બનાવવામાં આવ્યાં છે. ધર્મશાળામાં વાતાનુકૂલિત (એ.સી.) તથા સામાન્ય એમ બધા મળી ૪૬ રૂમોની સુવિધા છે. (૬) ભોજનશાળા અને અલ્પાહાર ગૃહ ? આ તીર્થમાં પધારેલા શ્રાવકો, દર્શનાર્થીઓ, મુમુક્ષુઓ, વિદ્વાનો તેમજ યાત્રિકોને જૈન સિદ્ધાંતને અનુરૂપ સાત્વિક ભોજન મળી રહે તે હેતુથી વિશાળ ભોજનશાળા અને અલ્પાહારગૃહ (કેન્ટીન)ની સુંદર સુવિધા ઉપલબ્ધ છે. (૭) શ્રુતસરિતા આ બુકસ્ટોલમાં વ્યાજબી ભાવે જૈન સાહિત્ય, આરાધના સામગ્રી, ધાર્મિક ઉપકરણો જેવા કે કેસેટ, સી.ડી. વગેરે પુરું પાડવામાં આવે છે. અહીં એસ.ટી.ડી. ટેલીફોનની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રકૃતિના ખોળે શાંત અને સુરમ્ય વાતાવરણમાં આ તીર્થસ્થાનનો વર્ષ દરમ્યાન હજારો યાત્રિકો લાભ લે છે. (૮) વિશ્વમૈત્રીધામ-બોરીજતીર્થ, ગાંધીનગર : યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજની સાધનાનું સ્થળ બોરીજતીર્થનો પુનરુદ્ધાર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણા તેમજ શુભાશિષથી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર સાથે સંલગ્ન વિશ્વમૈત્રી ધામના તત્ત્વાવધાનમાં પ્રાચીન દેરાસરના જીર્ણોદ્ધાર રૂપે નવનિર્મિત ૧૦૮ ફૂટ ઊંચા, વિશાળ મહાલયમાં ૮૧.૨૫ ઇંચના પદ્માસનસ્થ શ્રી વર્ધ્વમાનસ્વામીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વર્તમાન મંદિરમાં આ સ્થળ પર જમીનમાંથી નીકળેલી ભગવાન મહાવીરસ્વામી વગેરેની પ્રતિમાઓની પ્રથમ પ્રતિષ્ઠા યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. નવું મંદિર સ્થાપત્ય તેમજ શિલ્પ એ બંને જોવા જેવા છે. અહીં મહિમાપુર (પશ્ચિમ બંગાળ)માં જગડુ શેઠ શ્રી માણિકચંદજી દ્વારા ૧૮ મી સદીમાં કસોટી પથ્થરથી બનાવેલાં ભવ્ય અને ઐતિહાસિક જિનાલયનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો છે. હાલમાં તેને જૈનસંઘની ઐતિહાસિક ધરોહર માનવામાં આવે છે. નિસંદેહ એમાં આ તીર્થના પરિસરમાં પૂર્વ અને પશ્ચિમ ભારતનાં જૈનશિલ્યનો અભૂતપૂર્વ સંગમ થયેલો છે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir s आचार्य श्री भद्रगुप्तसूरि (प्रियदर्शन) रचित व सर्जित साहित्य और विश्वकल्याण प्रकाशन, महेसाणा द्वारा प्रकाशित उपलब्ध पुस्तकें (अब श्री महावीर जैम आराधना केन्द्र, कोबातीर्थ से उपलब्ध व प्रकाश्यमान) हिन्दी पुस्तकें प्रवचन १. पर्व प्रवचनमाला २५.०० २-४. श्रावकजीवन (भाग २, ३. ४) १५०.०० शांतसुधारस (भाग १) ५०.०० कथा-कहानियाँ शोध-प्रतिशोध (समरादित्य : भव-१) ३०.०० द्वेष-अद्वेष (समरादित्य : भव-२) ३०.०० विश्वासघात (समरादित्य : भव-३) ३०.०० वैर विकार (समरादित्य : भव-४) ५०.०० स्नेह संदेह (समरादित्य : भव-६) ५०.०० संसार सागर है ३०.०० *प्रीत किये दुःख होय ५०.०० व्रतकथा १५.०० कथादीप १०.०० फूलपत्ती ८.०० ११. छोटी सी बात ८.०० १२. कलिकाल सर्वज्ञ २५.०० १३. हिसाब किताब १५.०० १४. नैन बहे दिन रैन ३०.०० सबसे ऊँची प्रेम सगाई ३०.०० तत्त्वज्ञान ज्ञानसार (संपूर्ण) ५०.०० *समाधान ५०.०० मारग साचा कौन बताये ३०.०० पीओ अनुभव रस प्याला २०.०० शान्त सुधारस (अर्थ सहित) १२.०० मोती की खेती ५.०० ७. प्रशमरति (भाग - २) २५.०० निबंध : मौलिक चिंतन १. . स्वाध्याय ३०.०० १५. " f " For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે રૂ.co ૧૦.૦૦ ३. ४. ૬. चिंतन की चाँदनी जिनदर्शन शुभरात्रि સુપ્રભાતમ્ ૬.૦૦ છે. ૨૦.૦૦ 30.00 ૧-રૂ. વિજ્ઞાન સેટ (રૂ પુસ્ત5) ગુજરાતી પુસ્તકો પ્રવચનો ૧-૪. ધમ્મ શરણં પવન્જામિ ભાગ ૧ થી ૪ ૨90.00 પ-૭, શ્રાવક જીવન ભાગ ૨, ૩, ૪ ૧૫૦.૦૦ ૮-૧૦. શાંત સુધારસ ભાગ ૧ થી ૩ ૧પ૦,૦૦ ૧૧, પર્વ પ્રવચનમાળા ૫૦.૦૦ ૧૨. મનને બચાવો ૧૫.૦૦ કથા-વાર્તા સાહિત્ય ૧૩-૧૫.ન્સમરાદિત્ય મહાકથા ભાગ ૧ થી ૩ ૪૦૦.૦૦ ૧૬. * પાંપણે બાંધ્યું પાણિયારું ૪૦.૦૦ ૧૭. *પ્રીત કિયે દુ:ખ હોય ડી.-૧૫-૦૦ જિ.-૭૦.૦૦ ૧૮. *એક રાત અનેક વાત નીલ ગગનનાં પંખેરુ 30.00 ૨૦. મને તારી યાદ સતાવે ૩૦.૦૦ ૨૧. દોસ્તી ૨૫.૦૦ ૨૨. સર્વજ્ઞ જેવા સૂરિદેવ ૩૦.00 ૨૩. અંજના ૨૦.00 ૨૪. ફૂલ પાંદડી ૮.૦૦ ૨૫. વ્રત ધરે ભવ તરે ૧૫.૦૦ ૨૩. શ્રદ્ધાની સરગમ ૩૦.૦૦ ૨૭. શોધ પ્રતિશોધ ૩૦.00 ૨૮. નિરાંતની વેળા ૨૦૦૨ ૨૯, વાર્તાની વાટે ૨૦.00 ૩૦. વાર્તાના ઘાટે ૨૦.૦૦ ૩૧. હિસાબ કિતાબ ૨૦.00 ૩૨. રીસાયેલો રાજકુમાર ૨૦.૦ ૩૩. *સુલાસા ૫૦.૦૦ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪-૩૬ જૈન રામાયણ ભાગ-૧ થી ૩ ડી-૪૬૫-૦૦જ.-૧૯૫.૦૦ તત્વજ્ઞાન-વિવેચન ૩૭, મારગ સાચા કૌન બતાવે ૩૦.૦૦ સમાધાન ૪૦.00 ૩૯. પીઓ અનુભવ રસ પ્યાલા ૨૦.૦૦ ૪૦. *જ્ઞાનસાર ડી.-૨૨૦-૦૦-૧૧૫.00 ૪૧. *પ્રશમરતિ ડી.-૩૦૧-૦૦૪.-૧૧૫.૦૦ મૌલિક ચિંતન નિબંધ ૪૨. હું તો પલ પલમાં મુંઝાઉં ૩૦.૦૦ ૪૩. તારા દુ:ખને ખંખેરી નાંખ ૪૦.૦૦ ૪૪. ન પ્રિયતે ૧૦.00 ૪૫. ભવના ફેરા ૧૫.00 ૪૬. જિનદર્શન (દર્શન વિધિ) ૧૦.૦૦ ૪૭. માંગલિક (નિત્ય સ્વાધ્યાય) ૮૦૦ ૪૮. સ્વાધ્યાય ૩૦.૦૦ ૪૯, તીર્થયાત્રા ૮.૦૦ ૫૦. ત્રિલોકદર્શન ૨૫.00 ૫૧. *લય-વિલય-પ્રલય પ૦,૦૦ ૫૨. સંવાદ ૪૦.૦૦ ૫૩. હું મને શોધી રહ્યો છું ૪૦.00 ૫૪. હું તને શોધી રહ્યો છું. ૪૦.૦૦ બાળકો માટે રંગીન ચિત્ર ૫૫. વિજ્ઞાન સેટ (૩ પુસ્તકો) ૨૦.૦૦ વિવિધ ૫૬. ગીતગંગા (ગીતો) ૨૦.૦૦ પ૭. સમતા સમાધિ ૫.00 English Books 1. The Way Of Life [Part 1 to 41 160.00 Jain Ramayana [Part 1 to 3] 130.00 Bury Your Worry 30.00 Children's 3 Books Set 20.00 A Code of Conduct 6.00 The Treasure of mind 5.00 7. *The Guide Lines Of Jainism 60.00 * श्री महावीर जैन आराधना केन्द्र, कोबा द्वारा पुनः प्रकाशित For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષતૈિભવી)) ઉ9 ॐ असिआउसा दज्ञाचातेभ्यो नमः હૃદય Salati રિહંથsoj otવપદનું ધ્યાન ધરવાની કલ્પના માટેનું ચિત્ર. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * વ્યાખ્યાન પહેલું ) अरिहाइ-नवपयाई ज्ञाइत्ता हिययकमलमज्झम्मि सिरिसिद्धचक्कमाहप्प-मुत्तमं किंपि जंपेमि।। - સિરિ-નિરિવાર ET અનંત ઉપકારી પરમ કૃપાનિધિ પરમાત્મા જિનેશ્વર દેવોએ સારાય વિશ્વના હિત માટે, ધર્મતીર્થની સ્થાપના કરી, વિશ્વને મોક્ષમાર્ગ બતાવ્યો. ધર્મની આરાધના, ઉપાસના જીવોના હિત માટે, કલ્યાણ માટે બતાવી. આ વાત આપણા હૃદયમાં બરાબર ઠસી જવી જોઈએ. તે માટે હૃદયમાં પ્રબલ વિશ્વાસ સ્થાપિત થવો જોઈએ. આ વિશ્વાસ ક્યારે સ્થાપિત થાય? જ્યારે મોક્ષમાર્ગ બતાવનારા, ધર્મની આરાધના બતાવનારા તીર્થંકર પરમાત્મા પ્રત્યે સ્નેહ પ્રગટે, રાગ થઈ જાય ત્યારે! પરમાત્મા સાથે સંબંધ બાંધોઃ પરમાત્મશ્રદ્ધા અનેક પ્રકારે પ્રગટ થાય છે. સૌપ્રથમ તો સર્વજ્ઞ પરમાત્મા સાથે સંબંધ બંધાય. સંબંધ બાંધવાનું કાર્ય ધર્મઆરાધનાથી શક્ય બને. ઘર્મઆરાધના કરવા પૂર્વે એક જ વિચાર કરવાનો કે “ધર્મની આરાધના કર્યા સિવાય આત્મકલ્યાણ નથી. ધર્મઆરાધનાથી જ શાશ્વત્ શાંતિ મળે છે.” પરંતુ કહેવા માત્રથી, બોલવા માત્રથી કાંઈ શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. જે જીવોએ પરમાત્માએ બતાવેલી ધર્મઆરાધના કરી છે, તે આરાધનામાં જેમને સફળતા પ્રાપ્ત થયેલી છે, તેમના તરફ જુઓ. ચર્મચક્ષુથી નહીં, જ્ઞાનદૃષ્ટિથી જુઓ. એ દર્શનમાંથી સમ્યગદર્શન પ્રગટ થશે! સમ્મશ્રદ્ધા પ્રગટશે. કોઈ એમ સાંભળે કે “અમુક ડૉક્ટર સારા છે', તો સાંભળવા માત્રથી ડૉક્ટર પર વિશ્વાસ નહીં મૂકે, પણ “તે ડૉક્ટરથી અમુક માણસની વ્યાધિ દૂર થઈ, તેમની ટ્રીટમેન્ટથી ખૂબ ફાયદો થયો.” પછી? તમે બોલી ઊઠશો: “અરે! સરસ! ડૉક્ટર ખૂબ સારા છે! આપણે પણ તેમની પાસે જઈશું ને દવા લઈશું આમ ડૉક્ટર પર શ્રદ્ધા સ્થાપિત થઈ. વકીલ, બેરિસ્ટર કે સોલિસીટર પર વિશ્વાસ ક્યારે થાય? જીતી ન શકાય તેવા For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હૃદયકમલ મેં ધ્યાન ધરત છે મુશ્કેલીભર્યા કેસ તે જીતી બતાવે ત્યારે ને? તમને થાય કે “અરે! આવો ન જિતાય તેવો કેસ જીતી ગયા! કમાલ કરી!” પછી તમને તે વકીલ પર શ્રદ્ધા થાય ને? પરમાત્મશ્રદ્ધા હૃદયમાં પ્રગટાવો : એક બીજા રસ્તે પણ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. આપત્તિમાં ફસાયેલી એક વ્યક્તિને તમે સાચો માર્ગ બતાવ્યો, મુશ્કેલીમાં હોવા છતાં તે ન માને અને વધુ દુઃખી થાય, પછી તે જ કહેશે કે “પેલા ભાઈએ બતાવેલો માર્ગ સ્વીકાર્યો હોત તો આ પરિણામ ન આવત...' આમ ઠોકર ખાધા પછી સાચા માર્ગે વળે! અને તમારા પર શ્રદ્ધાવાન બને. પરમાત્માએ જે પરમ સુખ, પરમ શાન્તિનો માર્ગ બતાવ્યો છે, તેના પર શ્રદ્ધા સ્થાપિત કર્યા વિના આપણે ભાગ્યનાં બહાનાં કાઢીએ છીએ. પાપના ઉદયનું બહાનું કાઢી ધર્મપુરુષાર્થ કરતા નથી. ધર્મઆરાધનામાં પીછેહઠ થાય છે. શાથી આમ થાય છે? આપણે પરમાત્માને ઓળખી શક્યા નથી. પરમાત્માના અચિંત્ય પ્રભાવથી આપણે અપરિચિત છીએ, પરમાત્માની અનંતશક્તિને આપણે સમજી જ શક્યા નથી.... આ પરિસ્થિતિમાં કોઈ મનુષ્ય મળે અને બતાવે કે પરમાત્માના બતાવેલા મોક્ષમાર્ગ પર ચાલવાથી પોતે કેવી રીતે શાંતિ અને સુખ મેળવ્યાં, ત્યારે આપણામાં પણ શ્રદ્ધા ઉત્પન્ન થાય. અમે પ્રભુના માર્ગથી દૂર રહ્યા હતા, પરમાત્માના પ્રભાવથી અજ્ઞાત હતા, તેથી જીવન ક્લેશ, અશાંતિ અને સંતાપથી રિબાઈ રહ્યું હતું, પરંતુ પરમાત્માનો માર્ગ મળ્યો, માર્ગને સમજ્યા અને માર્ગ પર ચાલવાથી ફ્લેશાદિ નાશ પામ્યા.” આ પ્રમાણે સાંભળવાથી તમને થાય ને કે “તો હું પણ તે માર્ગે ચાલું?'_આ છે શ્રદ્ધાનો બીજો માર્ગ. “પરમાત્માએ બતાવેલા માર્ગે જ સુખ શાંતિ મળે, તે સિવાયના બીજા માર્ગે દુઃખ અશાંતિ જ મળે'-આ પ્રકારની શ્રદ્ધા થવી જોઈએ. કોઈ પુરુષ એક માર્ગે જાય છે, ત્યાં તેને સુખ અને શાંતિ મળે છે, તો એવો વિચાર આવે ને કે હું પણ આ રસ્તા પર ચાલું. તે માટે મારે શું કરવું જોઈએ? નિરાશ ન બનો... ચાલતા રહો. પ્રશ્ન : પરમાત્માના બતાવેલા મોક્ષમાર્ગ પર ચાલવાની ભાવના તો થાય છે, પણ ચાલવાની શક્તિ નથી! ઉત્તર : શા માટે કાયર બનો છો? મોક્ષમાર્ગની કોઈ એક સાધના નથી, અનેક સાધનાઓ છે. વળી, માર્ગ એક જ હોય, પરંતુ કોઈક મનુષ્ય પાંચ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન માઈલની ઝડપે ચાલે, કોઈ ચાર માઈલની ઝડપે, કોઈ ત્રણ.... બે.... એક માઈલની ઝડપે ચાલે! એક કલાકમાં એક માઈલ ચાલવાની જેમની ઝડપ નથી, તેઓ કલાકના પાંચ માઈલ ચાલનારની સાથે ચાલવા જાય તો એમનું શું થાય? કલાકના પાંચ માઈલ ચાલનારાઓની ઝડપ જોઈને એમ ન વિચારો કે ‘ભાઈ, આપણામાં તો ચાલવાની શક્તિ જ નથી!' એમ વિચારશો તો નિરાશ થઈને બેસી જશો! ના, બેસો નહીં.... ચાલો! ચાલતા રહો! એક શ્રીમંત મનુષ્ય ચાલે છે ને એક ગરીબ મનુષ્ય ચાલે છે, બંનેના ચાલવામાં ય ફરક હોય છે. શ્રીમંત સાથે નોકર-ચાકર હશે, ટિફિન હશે, ખાવાપીવાની સગવડ હશે, પણ ગરીબ સાથે? નોકર નહીં કે ખાવાપીવાની સગવડ પણ નહીં! તો શું ગરીબ ચાલશે જ નહીં? મુસાફરી કરશે જ નહીં? ગરીબ મનુષ્ય શ્રીમંત માણસનું અનુકરણ ન કરવું જોઈએ. ધર્મસાધનાના અનેક પ્રકાર : તે પ્રમાણે મોક્ષમાર્ગ પર ચાલવામાં પણ અનુકરણ ન કરી શકાય. જે સાધના એકને માટે શક્ય હોય, તે સાધના બીજા માટે શક્ય ન પણ હોય. બધા જીવોની બાહ્ય પરિસ્થિતિ અને આંતરિક પરિસ્થિતિ સમાન ન હોઈ શકે, તેથી બધા જીવોની મોક્ષમાર્ગની આરાધના સમાન ન હોઈ શકે, મહાપુરૂષો જે રીતે મોક્ષમાર્ગ પર ચાલ્યા, તે રીતે કદાચ આપણે ન ચાલી શકીએ, પરંતુ આપણે આપણા દેશ, કાળ, પૌરુષ, અવસ્થા, સંજોગ, પરિસ્થિતિ.... અનુસાર તો ચાલી શકીએ ને? પ્રશ્ન : ધર્મની આરાધનામાં શું પ્રત્યેક સમયે એક સરખી જ આરાધના કરવાની કે કાળપરિવર્તન સાથે ધર્મઆરાધનામાં અંતર હોય? ઉત્તર : દૈનિક જીવનમાં કેટલીક ધર્મઆરાધના તો નક્કી જ હોય, જેમ પરમાત્માનું પૂજન, પ્રતિક્રમણ, સામાયિક વગેરે. પરંતુ વિશિષ્ટ કાળમાં વિશિષ્ટ ધર્મઆરાધના કરવાની પણ જ્ઞાની પુરૂષોએ બતાવી છે. કોઈ કાળે વિશેષ તપશ્ચર્યા કરવાનું કહ્યું છે, તો કોઈ કાળે વિશેષ જ્ઞાનોપાસના કરવાનું દર્શાવ્યું છે. કોઈ સમયે વિશિષ્ટ ધ્યાન કરવાનું કહ્યું છે. ધર્મસાધનાનો કાળ સાથે સંબંધ : ધર્મસાધનાની સાથે કાળનો વિશેષ સંબંધ છે! સવાર, બપોર અને સાંજ (સાયંકાળ), આમ એક દિવસમાં જેમ કાળ - For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું પરિવર્તન થાય છે, તેમ ધર્મની આરાધના પણ કાળ પ્રમાણે બદલાય છે. ભિન્ન ભિન્ન ધર્મઆરાધના ભિન્ન ભિન્ન સમયે કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જેમ ધ્યાન પ્રભાતમાં કરવું જોઈએ, તો પરમાત્મપૂજન મધ્યાહ્ને! વિશેષરૂપે તત્ત્વચિંતન રાત્રિમાં અને ધર્મશ્રવણ દિવસમાં! જ્ઞાની પુરૂષોએ નિયત કરેલા કાળમાં તે તે ધર્મ-આરાધના કરવામાં આવે તો આત્મા સાથે એનો સંબંધ બંધાય. ધર્મને આત્મસાત્ કરવા માટે ભાવ સાથે કાળનું પણ મહત્ત્વ સમજો, કાળના માધ્યમથી વર્ષનું વિભાજન થયેલું છે : શિયાળો, ઉનાળો અને ચોમાસું. ત્રણેય ઋતુઓના જુદા જુદા શારીરિક-માનસિક પ્રભાવ હોય છે. એ પ્રભાવોને લક્ષમાં રાખી, જ્ઞાની પુરૂષોએ વિશિષ્ટ ધર્મઆરાધનાઓ બતાવેલી છે. આપણે એનું મહત્ત્વ, એનું રહસ્ય સમજવું જોઈએ. વર્ષાકાળમાં વરસાદ વરસતો હોય, આકાશ વાદળથી ઘેરાયેલું હોય, વનઉપવન અને ગામ-નગરો પાણી પાણી હોય.... આની અસર જડ-ચેતન પદાર્થો પર થતી જ હોય છે. આ કાળમાં મનુષ્યની વિશેષરૂપે કામવાસના ઉત્તેજિત થતી હોય છે. એ કામવાસનાને નાથવા માટે તપશ્ચર્યાનો ધર્મ આવશ્યક છે. માટે આપણે જોઈએ છીએ કે આપણા દેશના તમામ ધર્મોનાં સ્ત્રી-પુરૂષો વર્ષાકાળમાં ઘણી તપશ્ચર્યા કરે છે. તપશ્ચર્યાથી ઇન્દ્રિયદમન થાય છે. ધર્મઆરાધનામાં ઇન્દ્રિયદમન અનિવાર્ય છે. આ રીતે તપથી ઇન્દ્રિયો શાન્ત થાય ત્યારે મન ધ્યાન' માં પ્રવેશી શકે અને સ્થિરતા પ્રાપ્ત કરી શકે. આસો મહિનામાં જ્યારે વરસાદ બંધ થઈ ગયો હોય છે, આકાશ સ્વચ્છ બને છે, ધરતી શસ્યશ્યામલા બની હોય છે.... પશુઓ અને માનવોનાં મન પ્રસન્ન હોય છે, ત્યારે ‘તપ'ની સાથે ‘ધ્યાન’ની ઉપાસના જોડાય છે, તેથી આસો માસ ‘ધ્યાન' માટે ખૂબ જ ‘પ્રોપર ટાઇમ” ઉપયુક્ત કાળ છે. આ કોઈ નવી કલ્પના નથી! પ્રાચીન ધર્મગ્રંથોમાં આ વાત આપણને વાંચવા મળે છે, અને સંઘમાં એ મુજબની સુવ્યવસ્થા ચાલી આવેલી છે. બીજી એક વાત જે વૈજ્ઞાનિક છે, આ વ્યવસ્થાને પુષ્ટ કરે છે; તે વાત આ છેઃ ચૈત્ર અને આસો મહિનાની સાતમથી પુનમ સુધી-આ નવ દિવસોમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચે ખૂબ જ મહત્ત્વનો સંબંધ થાય છે. સૂર્યકિરણોની જડ-ચેતન પદાર્થો પર અસર થાય છે. માટે આ દિવસોમાં વિશેષ પ્રકારની ધ્યાનમાર્ગની ઉપાસના કરવાનું કહેવામાં આવ્યું છે. સ્વસ્થ શરીર : ધ્યાન માટે જરૂરી : ‘ધ્યાન’ ધરવા માટે સશક્ત-નિરોગી-નિર્મળ શરીર જોઈએ, શરીરમાં સાત For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ધાતુઓ હોય છે; તે ધાતુઓ એવી હોવી જોઈએ કે જેથી ધ્યાન માટે શરીર યોગ્ય બને! શરીરની સાત ધાતુઓ અનુકૂળ ન હોય તો ધ્યાન ન થઈ શકે. ધાતુઓમાં વિષમતા ન જોઈએ. સમાન ધાતુવાળું શરીર જોઈએ. શરીરની ધાતુઓ વિષમ બનવાથી મનમાં વિકૃતિઓ જન્મે છે અને વિકૃત મન ધ્યાન માટે સાવ નકામું છે. શરીરની સાત ધાતુઓનો સંબંધ ભોજન સાથે હોય છે. મનુષ્ય કેવું ભોજન કરે છે એના મુજબ એની ધાતુઓ બનવાની. આયંબિલનું તપ આ માટે તો કરવાનું છે! આયંબિલનું ભોજન એવું હોય છે કે તે સાત ધાતુઓને વધુ ગરમ કે વધુ ઠંડી નથી બનાવતું, પરંતુ ધાતુઓને સમ બનાવીને ધર્મધ્યાનમાં સહાયક બને છે. મનના વિકારોને શાન્ત કરીને આપણે શ્રી નવપદજીનું ધ્યાન ધરવાનું છે. ધ્યાન ધરવા માટે સ્વસ્થ-નિર્મલ મન જોઈએ અને તે માટે શરીર અનુકૂળ જોઈએ. જ્ઞાની પુરૂષોએ શરીર અનુકૂળ રહે તેવી ભોજનની વ્યવસ્થા બતાવી! તે વ્યવસ્થા છે આયંબિલની. અસ્થિર, અવ્યવસ્થિત, વિક્ષુબ્ધ અને ચંચળ મનને સ્થિર, વ્યવસ્થિત, પ્રસન્ન અને એકાગ્ર બનાવવાનો ઉપાય છે જ્ઞાન! સમ્યગુજ્ઞાન પ્રાપ્ત કર્યો. સમ્યગુજ્ઞાનથી મન સ્થિર બનશે, વ્યવસ્થિત બનશે, મનમાં પ્રસન્નતા પથરાશે અને એકાગ્રતા આવશે. આયંબિલથી શરીર સ્વસ્થ બન્યું અને જ્ઞાનથી મન સ્વચ્છ બન્યું, પછી નવપદજીના ધ્યાનમાં બેસી જાઓ! સરસ ધ્યાન થશે. ધ્યેયનું મહત્વ : ધ્યાન' જેટલું અગત્યનું છે, તેના કરતાં ધ્યાનનો વિષય વધુ અગત્યનો છે. એક વિષય પર મન એકાગ્ર બને તેનું નામ ધ્યાન. ધ્યાન બે પ્રકારનાં છે : પ્રશસ્ત ધ્યાન અને અપ્રશસ્ત ધ્યાન, જે ધ્યાન સદ્ગતિમાં અને મોક્ષમાં લઈ જાય તે પ્રશસ્ત ધ્યાન. જે ધ્યાન દુર્ગતિમાં લઈ જાય તે અપ્રશસ્ત ધ્યાન. સ્વયંભૂરમણ' નામના સમુદ્રમાં “તંદુલિયો મત્સ્ય હોય છે, તે ખૂબ નાનો હોય છે. તે મોટા મગરમચ્છની આંખની પાંપણ પર બેસીને ધ્યાન ધરે છે! પણ કોનું? મત્સ્યના પહોળા થયેલા મોઢામાં જતી આવતી માછલીઓનું! મગરમચ્છના મુખમાં માછલીઓ જાય છે અને જીવતી બહાર નીકળે છે.... તંદુલિયો મત્સ્ય વિચારે છે કે “આ મગરમચ્છ કેવો બેવકૂફ છે? હું હોઉં તો For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હૃદયકમલ મેં ધ્યાન ધરત હું એકેય માછલીને જીવતી ન જવા દલી” તેને મળતું તો કાંઈ નથી, પણ, આમ દુર્બાન ધરતાં ધરતાં તે મરીને સાતમી નર કે જાય છે. જે વિચાર કરવામાં કાંઈ જ ન મળવાનું હોય, તેવા વિચાર કેટલા બધા કરો છો? એવા ખોટા અશુભ વિચારો મનમાં ચાલતા રહે છે ને? સાધુ અને ગૃહસ્થનો સંબંધ? એક મોટી સરકારી ઑફિસમાં કામ કરનારા એક પરિચિત ભાઈએ એક વખત કહ્યું : “શું કહું સાહેબ, આ અમારી ઑફિસના મોટા સાહેબ ભારે સિદ્ધાંતવાદી છે; વ્યવહારમાં તો કાંઈ સમજતા જ નથી, નહિ તો હંમેશની બેત્રણ નોટો તો આસાનીથી મળી જાય! આ કાળમાં જો એટલી ઉપરની કમાણી ન હોય તો કેમ ચાલે, સાહેબ? શું કહ્યું એણે? સમજ્યા? રૂશ્વતખોરી ઉપર અમારી “સિગ્નેચર' (હસ્તાક્ષર) લેવા માગતો હતો એ! અમે કહીએ કે, “હા ભાઈ, આજે મોંઘવારી કેટલી બધી.... રૂશ્વત કોણ નથી લેતું?” બસ, એક સાધુ આટલું કહી દે એટલે તમારો તો બેડો પારને? કેટલાક ભક્તો પોતાનાં પાપાચરણો ઉપર સાધુ પુરૂષોનો સિક્કો મરાવવા ચાહતા હોય છે! કોઈ સરળ ભોળા સાધુ હોય મારા જેવા તો.... સભા : તમે એવા ભોળા નથી... મહારાજશ્રી : કેમ, તમે ભક્ત હો, સરસ ગોચરી વહોરાવતા હો, કપડાં વહોરાવતા હો, સાર-સંભાળ રાખતા હો, ને તમે કહો : “મહારાજ સાહેબ, સરકારે તો ધંધા તોડી નાખ્યા, હવે એક કારખાનું નાંખવાની ઇચ્છા છે... આપના આશીર્વાદ જોઈએ.' હા, સાધુના આશીર્વાદ તમને તમારા પાપમય ધંધાઓમાં જોઈએ ત્યાં જાગ્રત સાધુ કહે : અરે ભલા, આવા ભયંકરે આરંભ સમારંભ કરો તમે અને પાપના ભાગીદાર બનાવો અમને?' તમે ડૂબો ને અમને ડુબાડો? તમે મરો ને અમને માર?' આવું જ્યારે કોઈ પૂછવા આવે ત્યારે અમારે સ્પષ્ટ જવાબ આપવો પડે, ગોળ ગોળ નહિ “અમારી સંમતિ? સંસાર ચલાવવો તમારે, સંસારમાં પાપ કરવું તમારે, અને તેમાં અમારી સંમતિ? દિમાગ ઠેકાણે છે કે નહીં? નવપદનું ધ્યાન : આપણી વાત તો એ ચાલે છે કે અજ્ઞાની જીવ ઘણા એવા અર્થહીન વિચારો કરે છે... વ્યર્થ પાપ બાંધે છે ને દુર્ગતિમાં ફેંકાઈ જાય છે. જેમ તંદુલિયો મત્સ્ય For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન પોતે કાંઈ ખાઈ શકતો નથી, પણ પાપ ધ્યાનથી પાપકર્મ બાંધીને નરકે જાય છે! માટે અપ્રશસ્ત... પાપ ધ્યાનથી બચો. પાપ-ધ્યાનથી બચવા માટે જ્ઞાની પુરૂષોએ શુભ ધ્યાન-પ્રશસ્ત ધ્યાન બતાવ્યું છે. તે છે શ્રી નવપદજીનું ધ્યાન. આ દિવસોમાં (આસો સુદ ૭ થી ૧૫ સુધીના) વિવેકપૂર્વક અને ઉલ્લાસઉમંગથી ધ્યાન ધરવું જોઈએ. બીજા દિવસોમાં ધ્યાન ધરે તે કરતાં આ દિવસોમાં કરેલા નવપદના ધ્યાનથી વિપુલ કર્મનિર્જરા થાય છે. ધર્મધ્યાનની સીઝન : વેપારી જાણે છે કે સીઝનમાં વેપાર કરવો ને સીઝન વગર વેપાર કરવોબન્નેમાં કેટલો ફરક? સીઝનમાં વેપાર કરીને સાલભરની કમાણી કરી લો ને? પછી તો ઠીકઠીક ચાલે? તેમ આ નવપદની ઓળીના દિવસો, તે આયંબિલનો તપ અને નવપદનું ધ્યાન કરવાની સીઝન છે! ધ્યાનની આ સીઝનમાં કોનું ધ્યાન કરવાનું છે તે ભૂલશો નહીં. શ્રી સિદ્ધચક્રનું ધ્યાન! ધ્યાનનો શ્રેષ્ઠ વિષય છે સિદ્ધચક્ર! આ નવ દિવસોમાં સિદ્ધચક્રનું ધ્યાન ધરવાનું છે. કેવી રીતે ધ્યાન કરશો? ક્યારેય ધ્યાન કર્યું છે? જ્ઞાન વિના ધ્યાન નહિ! માટે પહેલાં તો શ્રી સિદ્ધચક્રનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. જે જ્ઞાની નહિ, તે ધ્યાની નહિ. માટે શરૂઆતમાં કહ્યું તેમ તપશ્ચર્યાથી શરીરને નિર્મળ કરો અને જ્ઞાનથી મનને સ્વચ્છ કરો. શ્રી સિદ્ધચક્ર નવપદોનું એક સંપૂર્ણ મંડલ છે. નવપદોનું એક ચક્ર તે “સિદ્ધચક્ર' છે. ઊંડાણમાં જઈને આપણે એક એક પદની વિચારણા કરીશું. દરેક પદનું સ્વરૂપ, તેનું મહત્ત્વ, તેનો પ્રભાવ, ધ્યાનની પ્રક્રિયા, વગેરે સમજવાનું છે. શ્રી સિદ્ધચક્રનું ધ્યાન ધરવાથી આપણો આત્મા પ્રસન્ન થાય છે, શાંતિ અનુભવે છે. અરે! દુઃખના પહાડ કેમ તૂટી ન પડે? આફત કે સંકટના વરસાદ કેમ ન વરસે? છતાંય શ્રી સિદ્ધચક્રના ધ્યાનીનું કોઈ કાંઈ બગાડી શકતું નથી. મયણાસુંદરીએ કરેલી આરાધના : મયણાસુંદરીએ શ્રી સિદ્ધચક્રનું ધ્યાન કર્યું હતું ને? તેની પરિસ્થિતિ જુઓ. પોતે રાજકુમારી હતી. તેના પિતાએ કાઢી મૂકી. કોઢિયા સાથે લગ્ન કર્યા. નગરમાં મયણાની નિંદા થઈ રહી હતી. એક તરફ લોકનિંદા, બીજી તરફ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું કોઢિયો પતિ! કોઢિયો વળી કેવો? રસ્તાનો મુસાફ૨! તેને નથી ઘર, નથી કોઈ ઉચ્ચકોટિનો પરિચિત વર્ગ. હા, સાથે હતા ૭૦૦ કોઢિયા! આવી પરિસ્થિતિમાં મયણાએ શ્રી સિદ્ધચક્રનું આરાધન કર્યું હતું ને? આ પરિસ્થિતિ કેવી હતી? આવી દુઃખમય પરિસ્થિતિમાં મયણાએ એકાગ્રતાથી સિદ્ધચક્રનું ધ્યાન ધર્યું હતું.... તે કોઈ ચમત્કાર ન હતો.... પરંતુ એની પૂર્વાવસ્થામાં એણે પ્રાપ્ત કરેલા સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનો પ્રભાવ હતો. પિતા રાજા, માતા રાણી. મયણાની માતા જિનમાર્ગને અનુસરનારી હતી. પરમાત્મા જિનેશ્વરદેવ પ્રત્યે દૃઢ શ્રદ્ધા ધરાવનારી હતી. એણે મયણાસુંદરીમાં સુંદર સંસ્કારોનું સિંચન કર્યું અને જૈનધર્મના તત્ત્વોને જાણનારા વિદ્વાન પંડિત પાસે મયણાને ભણાવી. પંડિતે પ૨માત્મા જિનેશ્વરનું તત્ત્વજ્ઞાન સમજાવ્યું. મયણાએ નવતત્ત્વ, કર્મનો સિદ્ધાંત, મોક્ષમાર્ગ.... આત્માનો ક્રમિક વિકાસ, ચૌદ ગુણસ્થાનક.... વગેરેનું શિક્ષણ મેળવ્યું. માત્ર આ તત્ત્વો જાણ્યા એટલું જ નહિ, પણ જીવન સાથે તેને જડી દીધાં. કર્મના પ્રકારો જાણ્યા. શું કરવાથી કર્મ બંધાય છે? ક્યા કર્મથી કેવું પરિણામ આવે છે? આ બધું જ્ઞાન આત્મસાત્ કરી લીધું. જ્ઞાન જીવનસ્પર્શી હોવું જોઈએ : ‘હું સુખી હતી તે શાથી? હું રાજાને ત્યાં કેમ જન્મી? આ કર્મ ક્યું? મારી આ વર્તમાન સ્થિતિ ક્યા કર્મના ઉદયથી થઈ? હું શા માટે મનુષ્ય બની’ આમ મયણાએ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તે જીવનસ્પર્શી હતું. તેથી તેનું જીવન સુંદર બન્યું, અત્યંત નિર્મળ બન્યું. માતાએ સિંચેલા સંસ્કાર, સદાચાર, શીલ, શિસ્ત, મર્યાદા વગેરે મયણાના જીવનમાં મૌલિક ગુણ હતા. જ્ઞાન તથા સંસ્કાર મયણાનું સાચું ધન હતું. જ્ઞાન-ધન અત્યારે કામ આવ્યું, જ્યારે રાજાએ કહી દીધું: ‘તું કર્મ કર્મ કરે છે-હું મારા પુણ્ય કર્મથી સુખી. મારા પુણ્ય કર્મથી આ બધું સુખ છે, આપથી નહિ. સુખદુઃખ કર્મને આધીન છે, તો હવે આ કોઢિયો પુરૂષ પણ તારા કર્મથી મળ્યો છે.... એ તારો ભર્તાર છે....’ એ સમયે મયણાએ શું કહ્યું? જાણો છો? મયણાએ રાજાને કહ્યું : ‘પિતાજી, જીવને પોતપોતાનાં કર્મથી સુખદુઃખ મળે છે.... કોઈ મનુષ્ય કોઈને સુખી કે દુ:ખી બનાવી શકતો નથી....’ રાજાએ કહ્યું : ‘એમ? અમે કાંઈ જ કર્યું નથી? શું અમે તને સુખી કરી નથી?' રાજાનો આ અહં છે! મનુષ્ય કોઈના સુખમાં નિમિત્ત બને છે, તો મનમાં માને છે કે ‘મેં એને સુખી બનાવ્યો.’ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન કોઈ તમને કહે કે “તમે મને સુખી નથી કર્યો, મારા કર્મથી જ સુખી છું...” તો મનને ઠેસ લાગે ને? ચોટ લાગે ને? બસ મેં કાંઈ જ કર્યું નથી? આવી મારી કદર? આ સંસાર છે જ આવો!” આવી જાયને આવો વૈરાગ્ય? પણ આ અજ્ઞાનમૂલક વૈરાગ્ય છે. “અરે! તે સુખી બન્યો, તેના પુણ્ય કર્મથી; તે તો ફક્ત નિમિત્ત જ બન્યો! તો પછી તું અભિમાન શા માટે કરે છે કે “મેં સુખી કર્યો?” એવી રીતે કોઈ મનુષ્ય તમને કહે તો શું થાય? “એ બરબાદ તેના કર્મથી થયો છે...” એમ સમજીને ગુસ્સે ન થાઓને? તમે ઘણો વિચાર કરી, સમજીને, સારા ઘરની દીકરી સાથે તમારા પુત્રના લગ્ન કર્યા. દૃષ્ટિ પહોંચી ત્યાં સુધી પહોંચાડીને કાર્ય કર્યું. પરિણામ જુદું આવ્યું. આવે છે ને ખરાબ પરિણામ? શાથી? તે વિચાર કર્યો? કર્મો વાંકા હોય ત્યાં તમારું કાંઈ ન ચાલે. સુખ-દુઃખનું મૂળ કારણ ? એનો અર્થ એ છે કે આપણાં સુખ-દુખનો આધાર છે આપણાં શુભાશુભ કર્મો. હા, તેમાં બીજા જીવો નિમિત્ત બની શકે, પરંતુ મુખ્ય કારણ તો કર્મો જ હોય છે, દીકરો Qualified ભણેલો હોય, દીકરી Qualified-ભણેલી હોય- છતાંય સંસાર બરાબર નથી ચાલતો, એવું બને છે ને? મારા સંસારી અવસ્થાના એક પરિચિત ભાઈ છે. તેઓ સી.એ. (C.A.) છે. તેમનું લગ્ન બી.એસસી. કે એમ.એસસી. ભણેલી છોકરી સાથે થયું. લગ્ન પહેલાં તો તે ભાઈ ખૂબ ખૂબ પ્રશંસા કરે. “બસ, જેવું જોઈએ તેવું મળી ગયું!' પણ ડુંગર દૂરથી રળિયામણા!” નજીક જઈએ તો પથ્થર, ઝાડ ને ઝાખરાં! આ સિવાય હોય કાંઈ? ભાઈને લગ્ન પછી કડવો અનુભવ થયો. પત્નીએ એક વખત સંભળાવ્યું : “હું Qualified છું, આ ઘરકામ કરનારી નોકરડી નથી... તમે જે કહો તે હાજી હા કરવા હું બંધાયેલી નથી. હું તમારી wife છું...” તે ધર્મપત્ની કહેતી નથી. હું wife છું. Partner છું! જુઓ! આ જમાનામાં સ્ત્રી-સ્વાતંત્ર્ય છે. હું પણ મારી મરજી મુજબ ખર્ચ કરૂં, ગમે ત્યાં જઈ શકું. તમે નવસો હજાર કમાતા હશો તો હું પણ સર્વિસ કરીને પાંચસો કમાઉં છું....' ભાઈ તો ફસાયા! એક વર્ષ થયું, મારી પાસે આવ્યા. મોં ઊતરેલું હતું. મેં પૂછ્યું : “શું થયું છે?' તેણે કહ્યું : “તમે કહેતા હતા તે જ થયું.' For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું ‘અરે! મારા કહેવાથી કંઈ એવું થયું? મેં તો સંસારનું સ્વરૂપ બતાવ્યું હતું!' આજનું-સ્કૂલનું-કૉલેજનું શિક્ષણ મનુષ્યને અભિમાની બનાવે છે. અભિમાનથી અનેક દોષ જન્મે છે. જે ઘરમાં અભિમાની સ્ત્રી હોય, તે ઘરમાં શાંતિ ન હોય! ભયંકર દુઃખ : અદ્ભુત સમતા : મયણા તો નિરભિમાની હતી, કારણ કે તે જ્ઞાની હતી, તેની પાસે જ્ઞાન હતું. તે જ્ઞાને તેને નિરભિમાની બનાવી હતી. સાચું જ્ઞાન અભિમાનને ભગાવે, મયણામાં નમ્રતા હતી, વિવેક હતો. પિતાએ રોષમાં કહ્યું : ‘લે, આ તારો પતિ. તું જેને કર્મ કહે છે; તે કર્મ તારા માટે આ કોઢિયો પતિ લાવ્યા છે!' આ સાંભળીને મયણા રાજસભામાં ઊભી થઈ ગઈ ને ભરસભામાં કોઢી ઉંબ૨૨ાણાનો હાથ ઝાલ્યો; ત્યારે મયણાના મુખ પર ગ્લાનિ ન હતી, શોક ન હતો. એ શું કોઈ જાદુ હતો? તેને એમ ન થયું કે ‘મારો ભવ બગાડ્યો, બાપે મારો ભવ બગાડ્યો.... આંખમાં આંસુ આવ્યાં હતાં? ના, કેમ નહિ? ‘અરે રે! શું કરૂં? મારા પાપનો આ કેવો ઉદય! જેવાં મારાં કર્મ' એમ કહી તે રડી કેમ નહિ? જે મનુષ્ય સમજે છે કે ‘દુઃખ પાપના ઉદયથી આવે છે,' તે મનુષ્ય દુ:ખ આવે ત્યારે રડે ખરો ? તમે સમજો છો ને? માનો છો ને કે ‘પાપ કર્મના ઉદયથી જ દુઃખ આવે', તો પાપના ઉદય વખતે રડો નહીં ને? શોક ન કરો ને? મયણા ન રડી. તેની પાસે જ્ઞાન હતું. સાચું જ્ઞાન હતું. તેથી દુ:ખમાં ઉદ્વેગ પામી નહિ, ને તેણે કોઢિયાનો હાથ પકડી લીધો! ન ધર્મનિન્દાનું દુઃખ ઃ નગરમાંથી જ્યારે મયણા પોતાના કોઢિયા પતિ સાથે પસાર થાય છે, ત્યારે લોકનિંદા થતી સાંભળી ‘જુઓ! આ જૈન ધર્મની આરાધનાનું ફળ! કોઢિયો પતિ મળ્યો. જિનમંદિરે જતી હતી.... નિગ્રન્થ સાધુઓ પાસે જતી હતી.... તેનું આ ફળ મળ્યું!' કેટલાંક તો રાજાને પ્રસન્ન કરવા મયણાની નિંદા કરતા હતા. રાજાને ખુશ કરવા મયણાની નિંદા! મને કોઈ વ્યક્તિ પ્રત્યે રોષ થયો, તેની નિંદા મારી પાસે આવીને કોઈ કરે તો હું ખુશ થાઉં! આ પણ અનાદિ કાળની એક વાસના છે! તમને કોઈ માખણ લગાડનાર મળી જાય, તમને ખુશ ક૨વા તેને તમારા શત્રુની નિંદા કરવી આવશ્યક છે! બીજી બાજુ મનુષ્યની આ નબળાઈ છે કે કોઈ આવીને તેના શત્રુની નિંદા કરે તો એને મજા આવે! For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન મયણાએ પોતાની પોતાના ધર્મની નિંદા સાંભળી, પણ તે સમતામાં રહી. ધર્મની નિંદા સાંભળી તેને દુઃખ જરૂર થયું, પરંતુ ત્યાં એ નિરૂપાય હતી. ઉંબરરાણાની મહાનતા : મયણા અને ઉંબરરાણા ગામ બહાર ગયાં. એક ઝાડ નીચે બેઠાં, ઉંબરાણા મયણાને કહે છે : “હજુ કાંઈ બગડી ગયું નથી. કાગડાના ગળામાં મોતીની માળા શોભતી નથી. હું કોઢિયો ક્યાં ને તું રાજકુમારી ક્યાં? તું મારા સંગમાં તારી જિંદગી શા માટે બરબાદ કરે છે? રાજાએ ભલે કહ્યું, હું તારો પતિ બની શકું તેમ નથી, તું બીજાને....” મયણાસુંદરીની મહાનતા : એ આગળ બોલવા જાય ત્યાં મયણાએ તેના મુખ પર હાથ મૂકી દઈ બોલતો અટકાવ્યો. મયણાએ કહ્યું : “હે સ્વામીનું, આ દેશમાં સુશીલ આર્ય કન્યા જે પુરૂષનો પતિ તરીકે સ્વીકાર કરે, તેને આજીવન પતિ તરીકે માને, તે બીજા કોઈ પતિની કલ્પના કરે નહિ, વળી તમે કહો છો કે : “મને કોઢ રોગ છે.” રોગ તો અશાતા વેદનીય કર્મનું ફળ છે. અશાતા વેદનીય કર્મનો ઉદય હંમેશનો નથી હોતો. અશાતા વેદનીય પછી શાતા વેદનીય કર્મનો ઉદય આવશે ને શરીર સુંદર બની જશે.” અશાતાનો ઉદય આવે તો શાતાનો ઉદય કેમ ન આવે? અશાતા વેદનીય કર્મનો ઉદય સમતાભાવે ભોગવવો જોઈએ. એ ભોગવાઈ જશે એટલે શાતા વેદનીયનો ઉદય આવશે. આપણે બાંધેલાં કર્મો આપણે જ ભોગવવાનાં છે.” પાપકર્મોનો નાશ ધર્મસાધનાથી કરો. રોવાથી કે રોષથી પાપ નાશ પામતું નથી. જીવ દુઃખી થાય છે, તે પોતાનાં જ પાપકર્મોથી. તમારે દુઃખ જોઈતું નથી, પરંતુ પાપ નથી છોડવું! દુઃખોથી મુક્ત થવા પાપોનો ત્યાગ કરવો જ પડશે. મયણાસુંદરીનું દિવ્ય વ્યક્તિત્વ: મયણાના વ્યક્તિત્વને સમજવાની જરૂર છે. તેની પાસે જ્ઞાન હતું તો તે દુઃખમાં સમતા રાખી શકી. જ્ઞાન વગર સમતા રાખવી-સમત્વ ભાવ રાખવો શક્ય નથી. મયણાએ ઉંબરરાણાને (શ્રીપાલને) પણ સાચું આશ્વાસન આપ્યું. મયણાને સર્વજ્ઞનાં વચનો પર વિશ્વાસ હતો અને ઉબરરાણાને મયણા પર વિશ્વાસ થયો! સંપૂર્ણ વિશ્વાસ કર્યો શ્રીપાળે! તે તો જંગલમાં ભટક્યો હતો, તેને જ્ઞાન શું હોય? તેને મયણાએ જ્ઞાન આપ્યું. મયણાએ જે પ્રમાણે ધર્મ-આરાધના For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું બતાવી, તે પ્રમાણે તેણે ધર્મ-આરાધના કરી. જ્ઞાની તો જ્ઞાની, પણ જ્ઞાનીના કહ્યા મુજબ ચાલે તે પણ જ્ઞાની! શું કર્યું મયણાએ? તેણે પતિને કહ્યું : “આપ ચિંતા ન કરો. હું ફક્ત સાંસારિક-વૈષયિક સુખ માટે નથી પરણી. હું વૈષયિક સુખોની ભિખારણ નથી. આપણા માથા પર દેવ-ગુરૂ છે, પછી ચિંતા શાની?' શ્રી સિદ્ધચક્રનું ધ્યાન કરવા મૌલિક યોગ્યતાની જરૂર હોય છે, તે યોગ્યતા મયણાના જીવનમાં આપણને જોવા મળે છે. ધ્યાનની પ્રક્રિયા સાથે મારે તમને નવપદનું સ્વરૂપ સમજાવવાનું છે. તો એ બધું સમજાવું કે આત્માની મૌલિક યોગ્યતા સમજાવું? નવ દિવસોમાં શું સમજાવું ને શું ન સમજાવં? સમસ્યા છે ને? શ્રી સિદ્ધચક્રનું ધ્યાન કરવાવાળા કેવા હોવા જોઈએ? ધ્યાની સ્ત્રી-પુરૂષોનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? ધ્યાન અને ધ્યાતા : ધ્યાન સાધન છે, ધ્યાતા સાધક છે. ધ્યાનનો વિષય શ્રી સિદ્ધચક્રજી છે. ધ્યાની આત્મા કેવો હોવો જોઈએ? તે માટેનો આદર્શ મયણાસુંદરી પૂરો પાડે છે. મયણાએ શ્રી સિદ્ધચક્રજીનું કેવું અદ્ભુત ધ્યાન કર્યું હતું? નવ દિવસ માત્ર આયંબિલ જ નહોતાં કર્યા, આયંબિલ કરીને કામ કર્યું હતુંશ્રી સિદ્ધચક્રજીનું ધ્યાન ધરવાનું. એ ધ્યાનની પૂર્વભૂમિકામાં હતું સમ્યગુજ્ઞાન! વેપાર મોટો કરવો હોય, પણ વેપારનું જ્ઞાન જ ન હોય તો? વેપારના જ્ઞાન વગર વેપાર કરવા જાય તો શું થાય? ડૉક્ટર બન્યા વિના દવા કરે તો? મારે કે જિવાડે? મયણાએ ઉંબરરાણાને કહ્યું : “સ્વામીનુ! આપ બીજું કાંઈ ન બોલો. એક તો અમારો સ્ત્રી-જન્મ જ અશુદ્ધ.. અનેક પાપોનો ઉદય.... તેમાંય શીલ વિનાનું જીવન... એટલે તો નિઃસાર જીવન... સ્ત્રી માટે શીલ જ વિભૂષા છે અને શીલ જ સર્વસ્વ છે. શીલથી વધીને કાંઈ સુંદર નથી. શીલ જીવન છે! માટે હે નાથ! મારે માટે તો મૃત્યુપર્યત આપ જ મારા સ્વામી છો; બીજું કોઈ નહીં.... જે થવું હોય તે થાઓ..... આપ મારી વાત નિશ્ચયપૂર્વક માનો'... મયણાસુંદરીની અપૂર્વ શીલદઢતા જોવા જાણે સૂર્ય ઉદયાચલ પર નીકળી આવ્યો! પ્રભાત થયું. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શ્રી નવપદ પ્રવચન જિનમંદિરમાં ચમત્કાર : www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મયણાની સાથે ઉંબરરાણા ભગવાન ઋષભદેવના મંદિરે ગયા. ભગવંતના દર્શન કરતાં જ પતિ-પત્નીના હૃદયમાં હર્ષ ઊભરાયો.... રોમરાજી વિકસ્વર થઈ ગઈ.... બંનેએ ભાવપૂર્વક ભગવંતને નમસ્કાર કર્યાં, મયણાએ ભગવંતની સ્તુતિ આરંભી! મયણા વિદુષી હતી.... એણે હૃદયના ભક્તિપૂર્ણ ભાવોને કાવ્યની ભાષામાં પ્રગટ કર્યા.... સ્તુતિ કરતાં કરતાં તે સમાધિલીન બની ગઈ! ‘વં સમાહિતીના મયા ના થુર્ં....' ૧૩ ધ્યાતા-ધ્યેય અને ધ્યાનની એકતા થઈ ગઈ! ઇન્દ્રિયો અને મન.... બધું જ પરમાત્મામાં લીન થઈ ગયું.... અને એક દિવ્ય પ્રભાવ ત્યાં પ્રગટ્યો.... ભગવંતના કંઠમાં રહેલી શ્રેષ્ઠ પુષ્પમાળા ઊછળી.... સાથે સાથે ભગવંતના હાથમાં રહેલું બીજોરાનું ફળ ઊછળ્યું! ઉંબરરાણાએ ફળ ગ્રહણ કર્યું અને મયણાએ પુષ્પમાળા ગ્રહણ કરી.... મયણાની આંખોમાંથી હર્ષનાં આંસુ ટપકી રહ્યાં! મયણાએ પોતાના પતિ બ૨૨ાણાને કહ્યું : ‘હે સ્વામી, આપનો રોગ ગયો સમજો.... ભગવાન ઋષભદેવે એ સૂચવવા જ આ કૃપા કરી લાગે છે!' પરમાત્મ અનુગ્રહ : પરમાત્મ-અનુગ્રહના અચિન્ય પ્રભાવને સમજનારી મયણાસુંદરી શું કહે છે? ‘આ ભગવાનની કૃપા છે.’ 'भणियं च तीइ सामिअ! किट्टिस्सइ एस तुम्ह तणुरोगी । ભેળ સો સંગોનો નામો, નિવર-ય-પસાગો’ ૫રમાત્મ ભક્તિમાં જો હૃદય હર્ષિત-રોમાંચિત થઈ જાય તો તેને શુભ સંકેત સમજવો જોઈએ. તમે આવો અનુભવ જીવનમાં કર્યો છે ખરો? હૃદય હર્ષથી ઊભરાઈ જાય.... આંખો હર્ષના આંસુઓથી છલકાઈ જાય.... રોમરોમ વિકસ્વર થઈ જાય.... થયું છે આવું? દેરાસરમાં કોરા જાઓ ને કોરા જ નીકળો? જિનભક્તિનો મહિમા સમજવાની અને અનુભવવાની જરૂર છે. એ વિનાનું જીવન રસહીન, સારહીન છે. For Private And Personal Use Only પરમાત્મા પ્રત્યે મયણાનું કેવું સમર્પણ હશે! અચિન્ત્ય કૃપાની તે પાત્ર બની ગઈ.... સાથે સાથે ઉંબર૨ાણા પણ પ્રભુકૃપાના પાત્ર બની ગયા! Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું ગુરુદેવના ચરણે : ત્યાંથી મયણ ઉબરરાણા સાથે ઉપાશ્રયે જાય છે. ત્યાં શ્રીમનિચન્દ્રસૂરિજી નામના ગુરુ ભગવંત બિરાજમાન હતા. ભક્તિપૂર્ણ હૃદયથી બંનેએ ગુરુચરણે વંદના કરી. એ વખતે આચાર્યદેવ ધર્મનો ઉપદેશ આપી રહ્યા હતા. મયણાઉંબરાણા પણ ઉપદેશ સાંભળવા બેસી ગયાં. ઉપદેશ પૂર્ણ થતાં ગુરુદેવે મયણા સામે જોયું. મયણાને ગુરુદેવ ઓળખતા હતા. આવી વિદુષી અને શ્રદ્ધાવતી શ્રાવિકાને કેમ ન ઓળખે? આજે મયણાને એક પુરૂષ સાથે આવેલી જોઈને પૂછ્યું. “હે વત્સ, આ ધન્ય પુરૂષ... શ્રેષ્ઠ લક્ષણોથી યુક્ત પુણ્યપુરૂષ કોણ છે?' મયણાસુંદરી કેમ રડી? ગુરુદેવનો પ્રશ્ન સાંભળીને મયણાનું મન ભરાઈ આવ્યું. મયણા રડી પડી. રડતાં રડતાં રાજસભામાં જે બન્યું હતું તે આજ સુધીની બધી વાત કરીને કહ્યું. ગુરુદેવ, કોઢરોગથી ગ્રસ્ત પતિથી મને વૈષયિક સુખ નહિ મળે તેનું મને દુઃખ નથી, પણ મિથ્યાષ્ટિ જીવો મારા જિન-ધર્મની નિંદા કરે છે, તેનું મને પારાવાર દુઃખે છે.' પ્રભુ, મારા પર કૃપા કરી, કોઈ એવો ઉપાય બતાવો કે મારા પતિનો કોઢ મટી જાય, અને નિંદક લોકોનાં મોઢાં બંધ થઈ જાય, ધર્મની નિંદા કરતાં બંધ થાય. ધર્મના પ્રભાવથી દુનિયા નિંદા કરતી બંધ થઈ જાય. મને દુઃખ છે ધર્મનિંદાનું. જિન-ધર્મની નિંદા મારાથી સહન થતી નથી, તેનું મને દુઃખ છે.” पभणेइ गुरू भद्दे ! साहूणं न कप्पए दु सावज्ज । कहिउं किंपि तिगिच्छं, विज्जं मंतं च तंतं च ।। મયણા, તું સમજદાર છે. તું જાણે છે કે સાધુ પુરૂષ ગૃહસ્થ વગેરેને કદાપિ ઔષધિ, મંત્ર, તંત્ર ન આપે કે જે પાપયુક્ત હોય. આચાર્ય મહારાજે પોતાની આચારમર્યાદા સમજાવી. મયણાએ કહ્યું : “આપ કહો છો તે સાચી વાત છે. કોઈ ઉપાય છે કે નહિ તે તો આપ ઉચિત સમજો છો; પાપ ન લાગે તેવો નિરવદ્ય ઉપાય બતાવવાની કૃપા કરો.' નિરવઘ ઉપાયઃ સિદ્ધચક્રની સાધના : અવદ્ય એટલે પાપ, સાવદ્ય એટલે પાપવાળું અને નિરવઘ એટલે પાપ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૫ વગરનું. કોઈ ઉપાય પાપવાળો હોય; કોઈ ઉપાય પાપ વિનાનો હોય. આચાર્ય મહારાજાએ કહ્યું : “એક નિરવદ્ય ઉપાય બતાવું છું.” પછી ગુરુ મહારાજાએ મયણાને નવપદની આરાધના બતાવી. “આલોક તથા પરલોકમાં સુખ આપે તેવી શ્રી જિનેશ્વર ભગવંતે નવપદની આરાધના બતાવી છે. આ નવપદ સિવાય વિશ્વમાં કોઈ પરમ અર્થ નથી. સમગ્ર જૈનશાસનનો સાર આ નવપદ છે. ભૂતકાળમાં જે સિદ્ધ થયા, વર્તમાનકાળમાં જે થઈ રહ્યા છે ને ભવિષ્યમાં જે થશે, તે બધા શ્રી સિદ્ધચક્રના પ્રભાવથી! આ નવપદમાંથી એક એક પદની આરાધના કરી કેટલાય આત્માઓ આ ભવસાગર તરી ગયાં છે, ને પરમ સુખ પામ્યા છે. નવપદના સંયોજનથી સિદ્ધચક્ર યંત્ર બન્યો છે.” ત્રણ પરમ તત્વ : આ વિશ્વમાં કાર્યસાધક ત્રણ તત્ત્વ છે. મંત્ર, તંત્ર અને યંત્ર, યંત્રમાં સર્વશ્રેષ્ઠ શ્રી સિદ્ધચક્ર છે. મંત્રમાં સર્વશ્રેષ્ઠ નવકાર મંત્ર છે. તંત્રમાં સર્વશ્રેષ્ઠ સામાયિક છે. આમાં યંત્ર તે સિદ્ધચક્ર, મંત્ર તે નવકાર, ને તંત્ર તે સામાયિક. ત્રણેય તમારી પાસે છે. આ જેની પાસે છે, તેની આગળ ત્રણેય ભુવનનો વૈભવ, દેવલોકના ઇંદ્રનો વૈભવ તુચ્છ છે. અજ્ઞાની મનષ્ય-જંગલી ભીલને રત્ન મળ્યું. તે તેને ઓળખી ન શક્યો. તેને કાચનો ટુકડો માની બકરીના ગળે બાંધ્યું. તેના માટે તે કાચનો ટુકડો હતો, તેથી કાંઈ તે કાચનો ટુકડો ન હતો. ઉત્તમ વસ્તુ, શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત થઈ જાય તો કલ્યાણ થઈ જાય; પરંતુ તેની શ્રેષ્ઠતા-ઉત્તમતા સમજાઈ જવી જોઈએ. કોઈ મહાયોગી, મહાજ્ઞાની તમારા દ્વાર પર આવે, પરંતુ તેની ઓળખાણ ન હોય તો? તે સિદ્ધપુરૂષ ભલેને માટીનું સોનું કરી આપતા હોય, પણ ઓળખાણ ન હોય તો શું કરવાનું? માટે શ્રી સિદ્ધચક્ર, નવકાર અને સામાયિકની ઓળખાણ જોઈએ. મંત્ર, તંત્ર, યંત્ર-ત્રણેયની સાચી આરાધના જેના જીવનમાં આવી જાય, પછી શું બાકી રહે? બેડો પાર થઈ જાયને? ગુરૂ મહારાજે નવપદનાં નામ બતાવ્યાં; અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હદયકમલ મેં ધ્યાન ધરત હું શ્રી સિદ્ધચક્રની રચના આ નવપદથી થયેલી છે. તે રચના મહત્ત્વપૂર્ણ છે. આચાર્ય ભગવંતે મયણાને તથા શ્રીપાળને શ્રી સિદ્ધચક્રની આરાધના-વિધિ બતાવી. જેને જેની આરાધના-વિધિ કરવી છે, તેને તેનું જ્ઞાન હોવું જ જોઈએ. આરાધનાની વિધિનું જ્ઞાન હોવું જોઈએ. આસન, મુદ્રા, કાળ અને દિશાનું પણ જ્ઞાન જોઈએ. શ્રી સિદ્ધચક્ર-યંત્રના મધ્યમાં અષ્ટદલકમલ હોય છે. તે કમલની કર્ણિકામાં 3ૐ હ્રીં' સાથે અરિહંત પદનું ધ્યાન કરવાનું હોય છે! ૐ એ પ્રણવબીજ છે, અર્થાતુ મોક્ષબીજ છે. “” માયાબીજ છે. પૂર્વદલમાં સિદ્ધપદ, દક્ષિણદલમાં આચાર્યપદ, પશ્ચિમદલમાં ઉપાધ્યાયપદ, ઉત્તરદલમાં સાધુપદ, અગ્નિ ખૂણામાં દર્શનપદ, નૈઋત્ય ખૂણામાં જ્ઞાનપદ, વાયવ્ય ખૂણામાં ચારિત્રપદ અને ઈશાન ખૂણામાં તપપદનું ધ્યાન ધરવાનું હોય છે. આ અદલનું પ્રથમ વલય કહેવાય, બીજું વલય પોડશદલ (૧૬ પાંખડી)નું હોય છે. તેમાં એક એક દલના અંતરે અષ્ટવર્ગનું (, વ, , ૩, ૪, ૫, ૫, શ.) ધ્યાન કરવાનું. ખાલી રહેલાં આઠ દલોમાં નમો અરિહંતાઈ નું ધ્યાન કરવાનું. ત્રીજા વલયમાં આઠ દિશાઓમાં આઠ “અનાહત'નું ધ્યાન કરવાનું. બે-બે દલના અંતરે બે-બે લબ્ધિપદ સ્થાપવાનાં, એમ પ્રથમ પંક્તિમાં ૧૬ લબ્ધિપદ આવે. એવી રીતે બીજી અને ત્રીજી પંક્તિમાં પણ ૧૬-૧૬ લબ્ધિપદ આવે. દરેક લબ્ધિપદની સાથે “ૐ pી મર્દ નમો નિ ’ બોલવાનું. ત્યારપછી યંત્રપીઠથી લબ્ધિપર્યત માયાબીજ વડે (1) ત્રણ રેખાઓથી ચારે બાજુ વેસ્ટન કરીને, તેની પરિધિમાં આઠ, ગુરૂ પાદુકાની સ્થાપના કરી, તેને નમસ્કાર કરવાના. ચોથી અડધી રેખાના અંતે “શૈ' લખવાનું. તેની પરિધિમાં ગુરૂ-પાદુકા (પાદન્યાસ) સ્થાપવાની. ચારેય દિશાઓમાં જયાદિ ચારે દેવીઓની સ્થાપના કરવાની અને ચારે વિદિશામાં જંભાદિ દેવીઓની સ્થાપના કરવાની. ત્યારપછી કલશાકાર યંત્રના ઉપરના ભાગમાં શ્રી વિમલવાહનાદિ અધિષ્ઠાયક દેવો અને ચક્રેશ્વરી વગેરે દેવીઓની સ્થાપના કરીને તેમનું મંત્રપદો દ્વારા ધ્યાન કરવાનું. ૧૬ વિદ્યા દેવીઓ, ગોમુખ વગેરે ૨૪ શાસનદેવો, ચક્રેશ્વરી આદિ ૨૪ શાસનદેવીઓની સ્થાપના કરવાની, યંત્ર કલશના નીચે-મૂળ ભાગમાં સૂર્યાદિ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી નવપદ પ્રવચન ૧૭ ગ્રહોની સ્થાપના કરવાની અને ગળાના ભાગે નૈસર્પિક આદિ નવનિધિની સ્થાપના કરી, એના મંત્રાક્ષરોથી ધ્યાન કરવાનું. Acharya Shri Kailassagarsuri Gyanmandir તે પછી કુમુદાદિ દશ દ્વારપાલો, મણિભદ્રાદિ ચાર વીરોની સ્થાપના કરવાની. શ્રી સિદ્ધચક્ર યંત્ર ‘વિદ્યાનુવાદ’ નામના દશમા પૂર્વમાંથી લીધેલું પરમ રહસ્યભૂત યંત્ર છે. તેના આરાધનથી ‘અણિમા’ વગેરે અનેક મહાન સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી સિદ્ધચક્રનું ધ્યાન અને ધ્યાતા ઃ પરંતુ તેનું ધ્યાન કેવી રીતે કરવું જોઈએ? एयं च विमलधवलं जो झायइ सुक्कझाणजोहण | तवसंजमेण जुत्तो सो पावइ निज्जरं विउलं ।। નિર્મલ અને ઉજ્જ્વલ ધ્યાન ક૨વાનું! શુક્લધ્યાનની પ્રવૃત્તિથી એવું ધ્યાન થાય. તપ અને સંયમ પણ સાથે જોઈએ. તો વિપુલ કર્મનિર્જરા થાય.... યાવ મોક્ષસુખની પ્રાપ્તિ થાય, માટે અપૂર્વ ભક્તિથી શ્રી સિદ્ધચક્રજીનું ધ્યાન કરવું જોઈએ. આ સિદ્ધચક્રજીની આરાધના કરનાર મનુષ્ય (ધ્યાતા) કેવો હોવો જોઈએ? તેનું વર્ણન કરતાં આચાર્ય શ્રી રત્નશેખરસૂરિજી મ. કહે છે : ૧. ક્ષમાયુક્ત, ૨. જિતેન્દ્રિય, ૩. શાન્ત, ૪. નિર્મલશીલ ગુણવાળો, અને ૫. વિકારરહિત ચિત્તવાળો જોઈએ. સિદ્ધચક્ર યંત્રને સમજો : શ્રી સિદ્ધચક્ર યંત્ર બનાવવા માટે પાંચ વર્ણનાં ધાન્ય હોવાં જોઈએ. ચોખા (શ્વેત), ઘઉં (લાલ), ચણાની દાળ (પીળો વર્ણ), મગ (લીલો વર્ણ) અને અડદ (કાળો વર્ણ). આ અતિ મહત્ત્વનું પૂજન છે. તે ચૈત્રી પૂર્ણિમા તથા આસો પૂર્ણિમાના દિવસે મુખ્યરૂપે થાય છે, આજે તો આ મહાપૂજન ઘણાં થાય છે, પરંતુ તમે એને સમજો છો કે કેમ, એ પ્રશ્ન છે. શ્રી સિદ્ધચક્ર મહાપૂજન માત્ર જોવાની કે સાંભળવાની વસ્તુ નથી, પણ સમજવાની જરૂર છે. આરાધના કરવાની ત્યારે જ મજા આવે કે જ્યારે બરાબર સમજાય. આચાર્ય ભગવંતે મયણાસુંદરીને શ્રી સિદ્ધચક્રનો પૂરો યંત્ર સમજાવ્યો. એ સમજ્યા પછી, તેની આરાધના કેમ થાય તે સમજાવ્યું. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું આયંબિલ તપ, બ્રહ્મચર્ય અને ધ્યાન : નવપદના ધ્યાન સાથે તપ અને સંયમ જોઈએ. આયંબિલનો તપ, બ્રહ્મચર્યરૂપ સંયમ અને શ્રી સિદ્ધચક્રનું ધ્યાન; આ ત્રિવેણીસંગમ માનવજીવનમાં થઈ જાય તો વિપુલ કર્મનિર્જરા થઈ શકે. અક્ષય સુખમય મોક્ષ પણ શ્રી સિદ્ધચક્રની કૃપાથી પ્રાપ્ત થાય! બીજી સિદ્ધિ, રિદ્ધિ, લબ્ધિઓ તો તેના ચરણોમાં આવી જ પડે છે. આરાધનાનું ધ્યેય (નવપદ) અને ધ્યાન બતાવ્યા પછી ધ્યાતા (ધ્યાન ધરવાવાળો) કેવો હોવો જોઈએ તે બતાવે છે. આરાધક કેવો હોય? આરાધક ખંતો, સંતો, દંતો જોઈએ! “ખંતો' એટલે ક્ષમાશીલ જોઈએ. “દંતી' એટલે ઇન્દ્રિયોનું દમન કરનાર-નિગ્રહ કરનાર જોઈએ અને “સંતો’ એટલે શાંત-પ્રસન્ન જોઈએ. નવપદના આરાધકનું વ્યક્તિત્વ આવું જોઈએ. આરાધક ક્રોધી ન જોઈએ. તેનામાં ઇન્દ્રિયોનો ઉન્માદ ન જોઈએ. તે અશાંત ન હોવો જોઈએ. નવ દિવસોમાં ઓછામાં ઓછું આવું વ્યક્તિત્વ હોવું જોઈએ. આરાધક આત્મા જે શુભ સંકલ્પ કરે તે અવશ્ય તેને ફળરૂપે પ્રાપ્ત થાય, બીજાનું ખરાબ કરવાનો વિચાર ન કરાય! એ માટે તમે આ યંત્રનો ઉપયોગ કરો તો તે બીજાને ખરાબ બરબાદ ન કરે! આવા અધમ વિચાર કરનારનું પોતાનું જ અહિત થાય. બીજાને નુકસાન થાય તેવું કલ્પવાને બદલે “સર્વનું કલ્યાણ થાઓ'ની ભાવના ભાવો. આવી સર્વના કલ્યાણની ભાવનામાં તમારું કલ્યાણ આવી જ જાય છે. આરાધના વખતે બીજા માટેની અધમ કલ્પના આપણા મનમાં પ્રવેશવી જ ન જોઈએ. સમતા, શાંતિ અને સંયમ જીવનમાં રાખી વિધિપૂર્વક તપ અને ધ્યાન કરો. આસો ને ચૈત્રમાં શાશ્વત્ ઓળી હોય છે. અનંતકાળથી આ દિવસોનું આધ્યાત્મિક દૃષ્ટિથી મહત્ત્વ રહેલું છે. નવમા દિવસે શ્રી સિદ્ધચક્ર મહાપૂજનની આરાધના થાય છે. નવ વખત આ આરાધના કરવાની. તે સાડા ચાર વર્ષમાં પૂર્ણ થાય. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વ્યાખ્યાન બીજું ) શ્રી સિદ્ધચક્રના ઉપાસક બનો : પરમ ઉપકારી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રત્નશેખરસૂરિજી શ્રી શ્રીપાળકથાના પ્રારંભમાં કહે છે : “હૃદય કમળમાં અરિહંતાદિ નવપદોનું ધ્યાન ધરીને હું સિદ્ધચક્રનો મહિમા કહીશ' તે મહિમા બતાવીને સંસારના જીવોને સિદ્ધચક્રના આરાધક અને ઉપાસક બનાવવા છે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ કાર્ય છે. બીજા જીવોને નવપદના આરાધક-ઉપાસક બનાવીને, તેમને મોક્ષમાર્ગ પર ચલાવવા, એ શ્રેષ્ઠ કાર્ય છે. આ મહત્ત્વપૂર્ણ કાર્ય કરવા માટે મનુષ્યમાં આધ્યાત્મિક શક્તિ જોઈએ; તે શક્તિ વિના કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થતું નથી. સારી રીતે સંપન્ન થતું નથી. તેવી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરવા માટે અનંત શક્તિના ભંડાર અરિહંતાદિ પરમેષ્ઠિઓ સાથે સંબંધ સ્થાપિત કરવો અનિવાર્ય છે. તેમની પાસેથી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરી શકાય છે. ઉપાસનામાં ધ્યાન અનિવાર્ય : શ્રી સિદ્ધચક્ર અનંત શક્તિનો ભંડાર છે! તેમની સાથે સંબંધ સ્થાપિત કરવાનો છે? આ સંબંધ સ્થાપિત કરવા માટે એક અદ્ભુત ઉપાય છે. તે છે નવપદનું ધ્યાન, સિદ્ધચક્રજીનું ધ્યાન. જ્યારે જીવ સિદ્ધચક્રનું ધ્યાન ધરે છે, ત્યારે સિદ્ધચક્રની શક્તિ તેની (આરાધકની) શક્તિ બની જાય છે. શક્તિનું સંક્રમણ થાય છે! ધ્યાન ધરનારમાં શક્તિનો સંચાર થાય છે! સિદ્ધચક્રનું ધ્યાન ધરવું સરળ નથી. તે માટે ગુણોની મૌલિકતા, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, વિશિષ્ટ પ્રકારની શ્રદ્ધા, વિશિષ્ટ પ્રકારની મનની શક્તિ અને સદાચારોની જરૂર હોય છે. મયણા અને શ્રીપાળને સિદ્ધચક્રના શ્રેષ્ઠ આરાધક બતાવ્યાં છે, કારણ? તેમનામાં મૌલિક ગુણોની યોગ્યતા હતી, વિશિષ્ટ જ્ઞાન અને શ્રદ્ધા હતાં, સદાચાર દઢતા હતી. અપૂર્વ મનોબળ હતું. માટે સિદ્ધચક્રના ધ્યાન માટે તેઓ શક્તિમાન બન્યાં. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું મયણાસુંદરીમાં સત્વ, વૈર્ય અને વીર્ય : જેને સાધના કરવી છે, તેનામાં સત્ત્વ, વૈર્ય અને વીર્ય આવશ્યક છે. મયણા પાસે એ ત્રણેય હતાં. તેણે જિનેશ્વર પરમાત્માના સિદ્ધાંત પર દઢ વિશ્વાસ સ્થાપિત કર્યો હતો. “મારાં કર્મ મારી પાસે છે. જો હું દુ:ખી થઈશ તો મારા પાપોદયથી. મારા પુણયનો ઉદય થશે ત્યારે કોઈ દુઃખી કરી શકવાનું નથી. જીવો તો નિમિત્ત માત્ર છે. આ માન્યતા પ્રમાણે તેણે બેધડક પોતાના પિતાને રાજસભામાં ઉત્તર આપી દીધો હતો. સત્ત્વ વિના સિદ્ધાંત-પાલન ટકતું નથી. સિદ્ધાંતની ચર્ચા કરવી કે સિદ્ધાંતનો ઉપદેશ આપવો સહેલો છે, પરંતુ જીવનમાં સિદ્ધાંત જીવવો મુશ્કેલ છે. મયણાએ જ્યારે ઉત્તર આપ્યો, ત્યારે પિતાએ-રાજાએ કોઢિયાને પકડાવ્યો! તે વખતે મયણા દીનતા નથી બતાવતી કે “મારો કોઢિયો પતિ? હાય, જીવનમાં કેવું દુઃખ? ખેર, મારૂં જેવું કર્મ!' તેના દિલમાં નથી અફસોસ કે નથી શોક. તેનામાં પૈર્ય કેટલું હતું? એક બાજુ હતો કોઢિયો પતિ, બીજી બાજુ પોતાના પિતાનો સખત વિરોધ, તીવ્ર ક્રોધ, ત્રીજી બાજુ મહેલ, વૈભવ, સગાસ્નેહી, સ્વજનો વગેરેનો ત્યાગ! અને નીકળી પડી! શું લઈને નીકળી હતી? કપડાં બદલવા માટે એક જોડ કપડાં પણ એની પાસે ન હતાં! પતિ પાસે ઉબરાણા પાસે પણ શું હતું? તેના ખિસ્સામાં ફૂટી કોડી પણ ન હતી! છતાંય મયણા સ્વસ્થ અને શાંત હતી. અશાંત ક્યારે થઈ? જ્યારે તેણે ધર્મની નિંદા સાંભળી! દેવ અને ગુરૂની નિંદા સાંભળી! તેનાથી તે સહી ન શકાયું, કારણ કે તેમાં નિમિત્ત પોતે બની હતી. ધર્મની નિંદાનું દુઃખ : મયણા ઉચ્ચ આદર્શ, પવિત્ર ધ્યેય અને નિર્વાણના લક્ષથી જીવન જીવતી હતી. તેને ન જાણનાર અજ્ઞાન માણસોએ નિંદા કરવા માંડી, તે વખતે તે વિચારે છે : “લોકનિંદાથી હું ડરતી નથી, પણ મારા નિમિત્તે દેવ, ગુરૂ, ધર્મની નિંદા થાય છે, એનું મને દુ:ખ છે.” દેવ ગુરૂ, ધર્મની નિંદાથી બચવા તેણે આચાર્ય ભગવંતને વિનંતી કરી. આચાર્ય ભગવંતે સિદ્ધચક્રની આરાધના બતાવી. મયણાએ ઉંબરરાણાને કેવી આરાધના કરાવી? મયણા અને ઉંબરરાણા તે આરાધના કેટલી સૂક્ષ્મતાથી સમજ્યાં હતાં? મયણાને સંસ્કારી જૈન માતા પાસેથી શ્રેષ્ઠ સંસ્કારો મળ્યા હતા. વિદ્વાન પંડિતઅધ્યાપક પાસેથી સમ્યગૃજ્ઞાન મળ્યું હતું. તેથી તેને કર્મસિદ્ધાંતનું, નવતત્ત્વનું, For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૨૧ સાત નયનું, ચૌદ રાજલોકનું.... ચાર ગતિમાં જીવોના પરિભ્રમણનું... વગેરેનું સરસ જ્ઞાન મળ્યું હતું. પરંતુ ઉંબરાણા પાસે શું હતું? એ તો કોઢિયાઓના સંગમાં રહેલો હતો! નહોતા મળ્યા માતાના સંસ્કાર કે નહોતું મળ્યું પંડિત પાસેથી જૈન ધર્મનું જ્ઞાન! છતાં તેણે મયણની વાત કેમ માની? શ્રીપાળે તો. પહેલાં ગુરૂ મહારાજને ય જોયા ન હતા! તેને માટે તો બધી વાત નવી હતી.... તેણે મયણાની વાત માની...! અને સિદ્ધચક્રની આરાધના કરવા તત્પર થઈ ગયો. કારણ કે તેને મયણાની યોગ્યતાનો પરિચય થઈ ગયો હતો. શ્રીપાળનું મન મયણાએ જીતી લીધું હતું! પહેલાં બીજાનું દિલ જીતી લો. પછી એની પાસે ગમે તે કામ કરાવો! તે તર્ત કરશે. જ્યાં સુધી તમે બીજાનો સદૂભાવ મેળવ્યો ન હોય ત્યાં સુધી એની પાસે તમે પ્રેમપૂર્વક કામ કરાવી શકશો નહીં. ભરસભામાં જ્યાં મયણાએ ઉબરરાણાનો હાથ પકડ્યો હતો, ત્યારે જ ઉંબરરાણા સ્તબ્ધ થઈ ગયો હતો! આર્યદેશની સ્ત્રીને પતિ એક : મયણાના અપૂર્વ સત્ત્વ પર તે ઓવારી ગયો હતો. વળી, જ્યારે બંને ગામ બહાર ગયાં હતાં, ત્યારે ઉબરરાણાએ મયણાને કહ્યું હતું ને? “હજુ ક્યાં બગડી ગયું છે? કાગડાના ગળામાં મોતીની માળા ન શોભે. તું તારે બીજા યોગ્ય વરની પસંદગી કરી લે.” ત્યારે મયણાએ ઉંબરરાણાના મોઢા પર હાથ મૂકી તેને બોલતો અટકાવ્યો હતો; મયણાએ કહ્યું હતું : “આપ મારા સર્વસ્વ છો, મેં સભા-સમક્ષ તમારો હાથ પકડ્યો છે. અરે! આર્યકન્યા તો મનથી જેનો પતિરૂપે સ્વીકાર કરે તે હંમેશને માટે તેનો પતિ બને છે!” ઉંબરરાણાએ ત્યારે શું કહ્યું હતું? “નહિ, નહિ, હું તો કોઢિયો છું, તારો ભવ નથી બગાવા માગતો.” ત્યારે મયણાએ કહ્યું હતું : “પતિ-પત્નીનો સંબંધ કેવળ વૈષયિક સુખ માટે નથી, મને એવી કોઈ ઉત્કંઠા નથી. અશાતા વેદનીય કર્મથી દુઃખ આવ્યું, શરીર કોઢિયું બન્યું, અશાતા પછી શાતા મળશે. ધીરજ રાખો, બધું સારું થશે.” શ્રાવિકા આવી હોય ? મયણાના આ વચનોની ઉંબરાણા ઉપર ઊંડી અસર પડી હતી, તેથી For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું મયણા પ્રત્યે પ્રીતિ અને શ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી! કહો, આવી પત્નીનું કહ્યું પતિ માને કે ન માને? “રાજકુમારી છું,' આવું અભિમાન તો એને સ્વપ્નેય ન હતું. અભિમાની સ્ત્રી પતિનો પ્રેમ સંપાદન કરી શકતી નથી. પતિ જ્યારે દુઃખમાં હોય, અને પત્ની જો શ્રાવિકા હોય, તો તે પતિને હેરાન કરે કે આશ્વાસન આપે? પત્ની શ્રાવિકા છે ને? દુઃખ અને અશાંતિમાં તમને તે અપૂર્વ તત્ત્વજ્ઞાનની વાતો કરીને આશ્વાસન આપે છે ને? પોતાની વફાદારી, કર્તવ્યનિષ્ઠા અદા કરે, તો તે શ્રાવિકા-પત્ની પોતાના પતિને શ્રાવકધર્મમાં જોડી દે અને ચારિત્રમાર્ગે પણ ચઢાવી શકે! મયણા અને શ્રીપાળનો સંબંધ સામાન્ય કોટિનો ન હતો. તેના ગૃહસ્થ જીવનના સંબંધમાં પણ જ્ઞાનદૃષ્ટિ હતી. આવો સંબંધ તમારા સંસારમાં દુર્લભ જ ને? નથી ને આવો સંબંધ? છતાં સંસારમાં ચોંટી રહ્યા છો ને? મયણાના નિર્મળ વ્યક્તિત્વની શ્રીપાળ પર ઊંડી અસર થઈ, તેના પ્રત્યે પ્રીતિ થઈ ને શ્રદ્ધા વધી. તેને થયું કે “આ એવી સ્ત્રી છે કે તેના કહેવા મુજબ ચાલુ, તો મને લાભ જ થશે. મારા ભલા માટે, કલ્યાણ માટે એ કહે છે, માટે હું તેના કહ્યા મુજબ લગ્ન શા માટે? મયણાએ કહ્યું : “આપણે સિદ્ધચક્રની આરાધના કરીએ.’ તો શ્રીપાળે તરત હા કહી. આજનો શ્રાવક હોય તો શું કહે? “તારે તો ઠીક છે, આ મારું શરીર જુએ છે? મને એ લખ્યું ખાવાનું ન ભાવે, મારાથી આયંબિલ ન થાય.. મારે કામ પણ કેટલું છે? તારે કરવું હોય તો કર...' આમ જ કહે ને? કારણ વિચાર્યું છે? માત્ર વૈષયિક સુખો માટે જ લગ્ન? પત્નીને સહધર્મિણી નહીં સમજતાં માત્ર વૈષયિક સુખોનું સાધન માનવા લાગ્યા છો. એટલે એકબીજાની આરાધનામાં સાથી કે સહાયક બનવાનું ભુલાવા માંડ્યું છે. ધારો કે ચૌદશના દિવસે લગ્ન હોય, છોકરી ધાર્મિક હોય અને તે કહે, આજે હું આયંબિલ કરીશ.' ને પતિને કહે, ‘તમે પણ આયંબિલ કરો.” તો તે કરી લેને? અરે! આયંબિલ કરાવી દેવું તે પણ સરળ છે; પ્રેમ હોય તો કરી લે. પણ આયંબિલ સાથે સિદ્ધચક્રની આરાધના પૂજન, ધ્યાન વગેરે કરવાનું... એ કેટલું મુશ્કેલ? For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ શ્રી નવપદ પ્રવચન દુઃખમાં પણ એકાગ્રતાથી ધ્યાન : મયણાએ શ્રીપાળને પ્રતિપળ કેવું માર્ગદર્શન આપ્યું હશે? શ્રીપાળને પૂજા કરવાનું આવડતું ન હતું, આરાધનાની કંઈ ખબર ન હતી. બન્ને આરાધનામાં મગ્ન બની ગયાં! અને સિદ્ધચક્રનું ધ્યાન ધર્યું. મયણાએ કેવી દુ:ખદ ઘટના વચ્ચે આ આરાધના કરી હતી? આવી ઘટના બની ગઈ હોય તો મનમાં કાંઈ દુઃખ ન થાય? અરે! સાધુને પણ દુઃખ થાય જો જ્ઞાનદૃષ્ટિ ન હોય તો! આ તો સંસારી હતી. રાજકુમારી હતી, વૈભવમાં ઊછરી હતી, તેને કાંઈ થયું નહીં હોય? છતાંય તેણે સ્થિરતા પ્રાપ્ત કરી હતી. તેને દિવ્ય સહારો હતો પરમાત્માનો, સગૂરૂનો અને ધર્મતત્ત્વનો! મયણાને દેવ-ગુરૂ અને ધર્મ પ્રત્યે કેવી અને કેટલી પ્રીતિ હતી કેટલી અનન્ય ભક્તિ હતી! તેણે મંદિરમાં જઈ જિનેશ્વરની સ્તુતિ-ભક્તિ કરી હતી ને? કેવી ઉચ્ચ કોટિની હતી? જિનેશ્વર ભગવાનના ગળાની માળા અને હાથમાંનું ફળ ઊડીને મયણા-શ્રીપાલ પાસે આવ્યાં હતાં. શું તે જાદુ હતો? ચમત્કાર હતો? ચમત્કાર હતો તો તે શાનો? શ્રદ્ધા અને ભક્તિનો ચમત્કાર! પરમાત્માના શરણમાં રહો : મયણાએ એવાં રોદણાં ન રોયાં કે “પ્રભુ, હું રોજ તમારી પૂજા કરું છું, દર્શન કરું છું અને મને આવું દુ:ખ? કેટલી મુસીબત? શું કરું? તું સહાય કર, તું બચાવ...' ના રે ના, જે બધું જ જાણે છે, તેને કહેવાનું શા માટે? પરમાત્મા અનંતજ્ઞાની છે, તે સર્વ જાણે છે. આપણી પરિસ્થિતિ, સંકટ વગેરે શું નથી જાણતા? જે જાણે છે, તેને શા માટે કહેવું? જેને પરમાત્માની ઓળખાણ છે, તેને ખબર છે કે તેઓ અનંતજ્ઞાની છે, બધું જાણે છે, તે અનંત શક્તિના નિધાન છે અને અનંત કરુણાના ભંડાર છે! જેની પાસે અનંત કરુણા, અનંત જ્ઞાન અને અનંત શક્તિ છે, તેને કહેવાની જરૂર શી? પરમાત્માના અનંત જ્ઞાન પર, અનંત કરુણા પર અને અનંત શક્તિ પર વિશ્વાસ છે? જો વિશ્વાસ હોય, અવિચલ શ્રદ્ધા હોય તો માત્ર તમે એમના શરણે રહો, તમારાં દુઃખ, તમારી અશાનિત.... તમારો ફ્લેશ... એની ફરિયાદો કરવી બંધ કરો. એ પરમાત્માના અચિન્ય પ્રભાવે યોગ્ય કાળે બધું જ સારું થશે. ધૈર્ય ધારણ કરો, અધીરા ન બનો. કર્મસત્તા કરતાં ધર્મસત્તા વધુ બલવાન : મયણા તો જ્ઞાની હતી. તે કર્મના સિદ્ધાંતને જ એકાંતે વળગી રહેનારી ન For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું હતી. જેમ એ કર્મની શક્તિ સમજતી હતી, તેમ પરમાત્માના અચિજ્ય પ્રભાવો પણ જાણતી હતી. તમારી જેમ કર્મના ઉદયનાં રોદણાં રોતી ન હતી. “શું કરીએ, પાપ કર્મનો ઉદય છે.... દુ:ખો સહન કરવાં પડશે.” જો તમે ખરેખર કર્મના સિદ્ધાંતને માનતા હો તો તમારે કર્મનાં બંધનો તોડવાનો પુરુષાર્થ કરવો જોઈએ. એ પુરૂષાર્થથી દૂર ભાગવા માટે જ જો તમે કર્મોની પ્રબળતા માનતા હો તો જુદી વાત! ભલે તમે ભગવાન મહાવીરસ્વામીનું ઓઠું લઈને કહો ‘કર્મોએ તો ભગવાનને પણ ન છોડડ્યા... પરંતુ તમે ભગવાન મહાવીરે કર્મોને તોડવાનો જે ભવ્ય પુરૂષાર્થ કર્યો હતો-તેનું આલંબન જ નહીં લો તો કર્મો તમને કચરી જ નાખશે! કર્મોની શક્તિ કરતાં ધર્મની શક્તિ મહાન છે, એ સમજો. ધર્મશક્તિથી ગમે તેવા કર્મો તોડી શકાય છે. ધર્મશક્તિનો સહારો લો. ધર્મસાધનામાં કષ્ટ તો સહન કરવાં જ પડશે. કષ્ટભીરૂતા સાધનાના ક્ષેત્રમાં ચાલી ન શકે. સાધનાના ક્ષેત્રમાં સત્ત્વહીન ધર્યહીન, વીર્યહીન મનુષ્ય ચાલી શકતા નથી, સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. એક જ આયંબિલની ઓળીથી ચમત્કાર : મયણાએ આયંબિલની ઓળી કરી. સિદ્ધચક્ર-પૂજન કર્યું. સ્નાત્રજલ ઉંબરરાણા પર છાંટ્યું અને કોઢ રોગ ગયો, કાયા સુંદર બની ગઈ. એક વખત એક શ્રાવક મને મળ્યા. મને કહે : સાહેબ, મયણાએ એક જ ઓળી કરી હતી. પછી સિદ્ધચક્ર પૂજન કર્યું. જિનઅભિષેકનું પાણી શ્રીપાલ પર છાંટ્યું અને શ્રીપાલનો કોઢ રોગ ગયો. મેં તો નવ ઓળી પૂરી કરી.... બીજી વાર ચાલે છે, મને તો એવો કોઈ અનુભવ થતો નથી!” મેં કહ્યું : મયણામાં જે મૌલિક યોગ્યતા હતી તે તમે પ્રાપ્ત કરી છે?” ના” મયણાએ જે રીતે શ્રી સિદ્ધચક્રનું ધ્યાન કર્યું હતું તે રીતે તમે કરો છો?' ના!' મયણા પાસે જિનશાસનનું જે જ્ઞાન હતું અને શ્રદ્ધા હતી તે તમારી પાસે છે?' “ના!' તો પછી મયણા શ્રીપાલે જે દિવ્ય અનુભવો કર્યા. તે તમે કેવી રીતે કરી શકો?' For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ શ્રી નવપદ પ્રવચન વિવેકી શ્રાવક કેવા હોય? મયણાના જીવનની એક-એક ઘટના જ્ઞાનપૂર્વક જુઓ તો ખરેખર તે અદ્ભુત જીવન દેખાશે. મયણા અને શ્રીપાલની આરાધનામાં જે પૂરક તત્ત્વો હતાં, તે પણ મહત્ત્વનાં હતાં, એ કાળના શ્રાવકો કેવા સમજદાર અને અવસરને ઓળખનારા હતા, તે જાણો છો? ગુરૂમહારાજ પાસે જ્યારે મયણા-શ્રીપાલ પહોંચ્યાં હતાં, ગુરૂ મહારાજે તેમને સિદ્ધચક્રની આરાધના બતાવી હતી તે વખતે નગરીના શ્રાવકો પણ ત્યાં હાજર હતા. ગુરૂ મહારાજે શ્રીપાલ અને મયણાને જે આરાધના સમજાવી હતી, તે પ્રમાણે સાંભળી હતી. ગુરૂદેવે મયણા અને ઉબરરાણાના ઉજ્જવલ ભવિષ્યને બતાવ્યું હતું, તેમાં દીર્ઘદ્રષ્ટિ હતી, કેટલીક વાતો ગુરૂમહારાજ direct સીધી નથી કહેતા. સમજનારા સમજી જાય. વિવેકી શ્રાવક ગુરૂ મહારાજના ઉપદેશનો આશય સમજી જાય છે. એ સમયે શ્રાવકો પહોંચ્યા ઘેર, અને કોઈ લાવ્યું હાર, કોઈ લાવ્યું સોના ચાંદી, કોઈ લાવ્યું વસ્ત્રો.... અને સાધર્મિક એવા મયણા તથા શ્રીપાળને પહેરામણી કરી! આ વાત બરાબર સમજાઈ? આનું નામ સાધર્મિક ભક્તિ! સાધર્મિક ભક્તિનો પ્રભાવ : શ્રાવકોને ગુરૂમહારાજે શું hint સૂચના આપી હતી કે “આ તમારા દુઃખી સાધર્મિક છે. નિરાધાર છે, એમને સહાય કરો!' આમ કહેલું ખરું? આમ કહેવાની જરૂર પણ ખરી? શ્રાવકો જો સાનમાં સમજી જનારા હોય તો કેવાં સારાં કામ થાય? કેવાં વિવેકી એ શ્રાવક હશે? કેવી અદ્ભુત સાધર્મિક ભક્તિ? અને જ્યારે શ્રાવકોએ સાધર્મિક ભક્તિ કરી હશે, ત્યારે શ્રીપાલના મન પર એની કેવી સુંદર અસર થઈ હશે? કારણ કે એના માટે તો આ નવી જ દુનિયા હતી ને? મયણાના મન પર પણ અસર થાય ને? શ્રાવકોની કૃતજ્ઞતાથી તે ગદ્ગદ્ થઈ ગઈ. શ્રીપાલના મનમાં થયું : “અરે, આવા દિવ્યગુરૂ! આવો અદ્ભુત ધર્મી આવા વિવેકી ધર્મી પુરૂષો! આટલાં ઉદાર! હું આવ્યો દર્શન કરવા, ભગવંતનાં દર્શન કર્યા, ગુરૂમહારાજનાં દર્શન કર્યા, આ દર્શન મને ફળદાયી બન્યાં.' For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હૃદયકમલ મેં ધ્યાન ધરત હું. જો શ્રાવક વિવેકી ન હોત તો? હાલ તુર્ત માટે મયણા-શ્રીપાલને અર્થ-પુરૂષાર્થ ધન કમાવાની પ્રવૃત્તિ કરવાની ન રહી. એ દૃષ્ટિએ તેઓ નિશ્ચિત બની ગયાં. વિવેકી શ્રાવકોના અવસરોચિત વિવેકે શ્રીપાલ-મયણાના ધર્મ-આરાધનાના માર્ગને સરળ બનાવી આપ્યો. જો શ્રાવકોએ સાધર્મિક ભક્તિ રૂપે પહેરામણી ન કરી હોત તો મયણા-શ્રીપાલને પોતાની આજીવિકાનો તુર્ત જ પુરૂષાર્થ કરવો પડત અને જો એ જવાબદારી આવી હોત તો તેઓ નવપદની આરાધનામાં સિદ્ધચક્રજીની ઉપાસનામાં સમય વ્યતીત કરી શકત કે કેમ એ પ્રશ્ન છે! કદાચ આરાધના કરત તો એમાં લીન થઈ શકત કે કેમ એ પ્રશ્ન છે! તેઓએ આરાધના નિર્ભયતાથી, નિશ્ચિતતાથી અને મન પર લેશ માત્ર ભાર વિના કરી! | નિયમિત જિન-મંદિર જવું, પૂજન, જાપ, ધ્યાન કરવાં, જીવનને સંપૂર્ણ સંયમિત રાખવું, મનમાં વિકાર નહીં, વિકલ્પ નહીં! શ્રી સિદ્ધચક્રજીની આરાધનામાં મનના વિકાર અને વિકલ્પ દૂર કરવા જ પડે. શારીરિક ભોગસુખોના વિકાર મનમાં ન આવે, નવપદ સિવાય કોઈ વિચાર ન આવે. વિકાર અને વિકલ્પથી બચો: ધારો કે આપણે મયણાની જગ્યાએ છીએ. આરાધના કરવા બેઠા. જીવનમાં આટલી ઘટનાઓ બની ગઈ છે, તો આરાધના કરતી વખતે તે ઘટનાઓના વિચારો-કલ્પનાઓ મનમાં આવી જાય ને? “રાજા.. રાજસભા.... કોઢિયો પતિ. લોકનિંદા... પિતાએ આમ કર્યું. માતા રડતી રહી.” આપણને આવા વિચારો આવવા શું સહજ નથી? આપણી જાતને તે સ્થિતિમાં રાખીને વિચારો તો મયણાની ઉચ્ચ સાધના, મયણાનું ઉચ્ચ વ્યક્તિત્વ સમજાશે. પછી માત્ર “મયણા પુણ્યશાળી હતી.' એમ બોલીને.... હાથ જોડીને બેસી ન રહેતા.... મયણાને વિકાર-વિચાર કે વિકલ્પ કેમ ન નડ્યાં? એ શોધી કાઢજો. દેવ-ગુરુ અને ધર્મની શક્તિને ઓળખો : કેટલાક કહે છે-“કરો ધર્મ-આરાધના, પરંતુ પાપનો ઉદય હોય એટલે દુઃખ તો આવે. બિચારા ભગવાન શું કરે? એ તો વીતરાગ...” આપણે ત્યાં અજ્ઞાની લોકો કર્મનો સિદ્ધાંત માને તો છે પણ એનો મર્મ જાણતા નથી.... તેથી ધર્મ પર For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન અશ્રદ્ધા ઉત્પન્ન થઈ, પરમાત્મા, ગુરૂ અને ધર્મ પ્રત્યે અવિશ્વાસ અને અશ્રદ્ધા ઉત્પન્ન કર્યા. “ભાઈ, આપણાં પાપનો ઉદય હોય ત્યાં ભગવાન શું કરે? ગુરુ મહારાજ શું કરી શકે?” આવી ભ્રમણા ઊભી થઈ ગઈ છે! શું તીર્થકર ભગવંતે કર્મનો સિદ્ધાંત, અશ્રદ્ધાળુ બનાવવા માટે બતાવ્યો છે? કોઈ કહે છે : “જુઓ, રોજ મંદિર જઈએ, દર્શન કરીએ, જીવનમાં ધર્મ અપનાવ્યો તોય દુઃખ કેટલું આવ્યું? ભગવાન તો વીતરાગ છે. તે શું કરે? ગુરૂ મહારાજે બચાવ્યા નહીં! ધર્મ કરનારને પણ દુઃખ આવે, આટલો ધર્મ કરે તોય દુઃખ? શું એવો નિયમ છે કે ધર્મ કરનારને દુઃખ ન આવે? શું એવો નિયમ છે કે દુઃખ ન આવે તે માટે ધર્મ કરવો? દુઃખથી આકુળ-વ્યાકુળ બને તે ધર્મમાં સ્થિરતા પ્રાપ્ત કરી શકે ખરો? દેવ ગુરૂ-ધર્મ પ્રત્યે શ્રદ્ધા ધારણ કર્યા વિના દુઃખ ટળે ખરાં? ધર્મની અનંત શક્તિમાં વિશ્વાસ વિના ચાલે ખરૂં?' મયણામાં જો સાચી જ્ઞાનદૃષ્ટિ ન હોત તો તેના મનમાં અનેક વિકાર અને વિકલ્પો આવતદેવ-ગુરુ-ધર્મની અચિંત્ય શક્તિ પર વિશ્વાસ ન હોત તો તેની સિદ્ધચક્રજીની આરાધના સફળ ન બનત, દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેના દૃઢ વિશ્વાસે જ તે વિકારો અને વિકલ્પોથી બચી શકી. નવપદનું ધ્યાન કરો છો ખરા? સિદ્ધચક્રજીની ફક્ત એક જ ઓળીમાં મયણ અને શ્રીપાળને સિદ્ધિ મળી. કારણ? મન નિર્વિકાર અને નિર્વિકલ્પ હતું. એક જ ધ્યાન સિદ્ધચક્રનું નવપદ સિવાય અન્ય કોઈ વિચાર નહીં, શ્રીપાલના મનમાં પણ નહીં. મેં પેલા શ્રાવકને કહ્યું : “નવ ઓળી કરી, ૮૧ આયંબિલ કર્યા, જાપ કર્યા, પરંતુ નવપદનું ધ્યાન ન ધર્યું!' શ્રાવક કહે : ધ્યાન એટલે શું? માળા ફેરવો ત્યારે કોનું ધ્યાન ધરો છો? ઘરનું? તિજોરીનું? અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ-એ નવપદના ધ્યાનમાં લીનતા પ્રાપ્ત કરી હતી? આનંદ પ્રાપ્ત થયો હતો? દુનિયાનો ભાર મન પર લઈને સિદ્ધચક્રનું ધ્યાન કરવા બેસો તો કેવું પરિણામ આવે? ભાવનિક્ષેપથી ધ્યાન કરો: મન ઉપરથી વિચારોનો ભાર ઉતારીને, વિકારોનો મેલ ધોઈને, નવપદના For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ - હૃદયકમલ મેં ધ્યાન ધરત હું ધ્યાનમાં લીન બનો તો અત્યંતર આત્મશક્તિને પ્રાપ્ત કરી શકો. ભાવ-નિક્ષેપ અરિહંતાદિનું ધ્યાન કરવું જોઈએ. જે પદનો જે ભાવનિક્ષેપ હોય તેનું ધ્યાન કરો. જેમ તીર્થંકર સમવસરણમાં બેસીને દેશના આપતા હોય, ત્યારે તેઓ ભાવ તીર્થકર! એટલે અરિહંતનું ધ્યાન કરતી વખતે કલ્પનામાં સમવસરણમાં બેઠેલા Íર્થકર પરમાત્મા લાવવાના! મનને તેમનામાં એકાગ્ર બનાવી દેવાનું. એ રીતે સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વગેરે પદોના ધ્યાનમાં પણ ભાવનિક્ષેપ ધ્યાન કરવાનો પુરુષાર્થ કર જોઈએ. તે તે પદો ઉપર મનની એકાગ્રતા થાય અને અંતરંગ આનંદ અનુભવાય, તેવી રીતે આરાધના કરવાની છે. શ્રીપાલને માતાનું મિલન : મયણા અને શ્રીપાલની નવ દિવસની આરાધના પૂર્ણ થઈ. શ્રીપાલનું શરીર નીરોગી થયું. શ્રીપાલના સાથીદાર કોઢિયાઓ પણ નીરોગી થયા. શ્રીપાલની માતા શ્રીપાલને શોધતી શોધતી તે જ નગરમાં આવી પહોંચી. માતા પોતાના પુત્રને ન ઓળખી શકી, પણ પુત્રે માતાને ઓળખી લીધી. મંદિરમાંથી બહાર નીકળતાં જ માતાને જોઈને તે હર્ષથી રોમાંચિત થઈ ગયો! બોલી ઊઠયો આકાશમાં કોઈ વાદળ નહીં અને વૃષ્ટિ થઈ! માતા! અચાનક જ તારાં દર્શન થયાં!” માતા આનંદથી ભરપૂર બની ગઈ. પુત્ર અને પુત્રવધૂને જોતી જ રહી ગઈ. મયણાએ આ પતિની માતા છે, તેમ જાણીને ચરણોમાં નમસ્કાર કર્યા. શ્રીપાલે કહ્યું : “માતા, આ બધો પ્રભાવ છે આ તારી પુત્રવધૂનો! કમો, ૨. पहावो सब्वो इमाए तुह ण्हुहाए।।' મૌલિક યોગ્યતા: શ્રીપાલની મહાન મૌલિક યોગ્યતા સમજાય છે? મયણા પ્રત્યેનો તેનો ગુણાનુરાગ કેવો? મયણાના ઉપકારને શ્રીપાલ ભૂલતા નથી! ઉપકારીનો ઉપકાર કદી ન ભૂલવો તે કૃતજ્ઞતા ગુણ! મયણા કોનો પ્રભાવ સમજાવે છે? મયણાએ સાસુને કહ્યું : આચાર્ય ભગવાને અમારા પર કરુણા કરી, કૃપાદૃષ્ટિ કરી, આરાધના બતાવી અને તે નીરોગી બન્યા!' અને આચાર્યદેવ કોની વિશેષતા બતાવે છે? પોતાની નહીં, પરંતુ “આ તો સિદ્ધચક્રનો પ્રભાવ છે!” For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૨૯ શ્રીપાલ, મયણા અને આચાર્યદેવ-ત્રણેયમાંથી કોઈ પતાની બડાઈ ગાતું નથી! કોઈ પોતાનો પ્રભાવ સમજતું નથી! આ કેવો અદ્ભુત ગુણ છે! ઉચ્ચ કોટિના આત્માઓને મિથ્યાભિમાન હોય જ નહીં. શ્રીપાલની માતા કેવી પુણ્યશાળી! એને કેવી પુત્રવધૂ મળી? કેવા ગુરૂમહારાજ મળ્યા! મયણાનો સાસુ સાથે કેવો સંબંધ હતો? સાસુ અને વહુ વચ્ચે કેટલો સરસ સંબંધ હતો, જાણો છો? મયણાની સાસુ રાજરાણી હતી. મયણા પ્રત્યે કેવો પ્રેમ અને વાત્સલ્ય રાખતી હતી? મયણાના શાન્ત અને સૌમ્ય વ્યક્તિત્વે સાસુના મનને જીતી લીધું હતું. સાચા સાધક બનો : સિદ્ધચક્રજીનો આરાધક-આત્મા કેવો હોય? આરાધના ગમે તેવી ઉત્તમ હોય, પરંતુ આરાધકનાં ઠેકાણાં ન હોય તો સફળતા ન જ મળે. આરાધક પર આરાધનાની સિદ્ધિનો આધાર છે. સાધ્ય અને સાધન ઉત્તમ મળવા છતાં જ સાધકની યોગ્યતા ન હોય તો સિદ્ધિ પ્રાપ્ત ન થાય. “સાધક કેવો જોઈએ?” તે સમજાવવા માટે મયણાના જીવનનું સર્વાગીણ અધ્યયન જરૂરી છે. મયણાને ઓળખ્યા વિના સિદ્ધચક્રજીના આરાધકને ઓળખી શકાશે નહીં. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વ્યાખ્યાન ત્રીજું ) અરિહંત પદ પરમ ઉપકારી આચાર્યભગવંત શ્રી રત્નશેખરસૂરિજી મહારાજે “સિરિ સિરિવાલ કહા” નામનો ગ્રંથ રચ્યો. શ્રીપાળચરિત્ર-શ્રીપાળની કથા તેમણે લખી. ધ્યાન : હદયકમળમાં : ગ્રંથના પ્રારંભમાં એમણે કહ્યું : “મારા હૃદયરૂપી કમળમાં અરિહંત આદિ નવપદોનું ધ્યાન ધરીને હું શ્રી સિદ્ધચક્રનો મહિમા કાંઈક બતાવીશ.” આમ જોઈએ તો એમણે બહુ સરળ અને સામાન્ય વાત કહી લાગે છે. પરંતુ તેના પર વિચાર કરવામાં આવે તો તે સામાન્ય વાત નથી. હૃદયકમળમાં અરિહંત ભગવાનનું ધ્યાન ધરવાનું એમણે કહ્યું. “જ્ઞાના’ કહ્યું. પરંતુ મૃત્વા” ન કહ્યું. “સ્મરીને,' “સ્મરણ કરીને,' ન કહ્યું, પણ “ધ્યાન ધરીને કહ્યું તે ધ્યાન જ્યાં ત્યાં કરવાનું નહીં, પણ હૃદય-કમળમાં! કોઈ સામાન્ય કમળ નહિ, તળાવમાં પેદા થતાં કમળ નહીં, પણ હૃદયરૂપી કમળ બતાવ્યું તે કમળમાં તેમણે નવપદનું ધ્યાન ધર્યું તો ધ્યાન ધરવાની શી જરૂર હતી? શ્રી સિદ્ધચક્રનો મહિમા બતાવવો છે; તે શ્રી સિદ્ધચક્રનો મહિમા-પ્રભાવ અને સ્વરૂપ બતાવવા પોતે આરાધક બન્યા. પોતાને આરાધક બનવું સરળ છે, પણ બીજાને આરાધક બનાવવા કઠિન છે. તે કઠિન કાર્ય સરળ બનાવવા તેમણે શ્રી સિદ્ધચક્રનું શરણ સ્વીકાર્યું જાણે તેઓએ શ્રી સિદ્ધચક્રજીના ચરણે અંત:કરણથી પ્રાર્થના કરી ન હોય! “હે સિદ્ધચક્રજી આપની આરાધના દ્વારા આપનું ધ્યાન ધરીને, એવી શક્તિ મેળવવા ઇચ્છું છું કે દુનિયાના જીવોને હું મોક્ષમાર્ગના આરાધક બનાવી શકું!” હૃદયકમળની કલ્પના કરીને તેના મધ્ય ભાગમાં જેને “કર્ણિકા' કહે છે, તેમાં અરિહંતની ધારણા કરી, અરિહંતનું ધ્યાન ધરવાનું છે. બે પાંચ મિનિટ નહીં; કલાક, બે કલાક ધરવાનું છે. ધ્યાનમાં શું કરવાનું? ધ્યાન કેવી રીતે કરવાનું? ધ્યાનમગ્ન થવાનો ઉપાય : હું તમને કહું કે “આ ચોપડી લો, વાંચી નાખો.” તો ધ્યાનની રીત સમજાશે For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ખરી? ધ્યાન ધરવું એટલે શું કરવું, શું વિચારવું? શાનું ચિંતન કરવું? એ માટે પહેલાં ધ્યાનની પ્રક્રિયા સમજવી જોઈએ. તે પ્રક્રિયા સમજતાં પહેલાં જેમનું જે અરિહંત ભગવાનનું ધ્યાન કરવું છે, તેમની ઓળખ કરવી પડશે. એ ઓળખાણથી એમના પ્રત્યે આપણને એવો રાગ-અનુરાગ-સ્નેહ પેદા થાય કે આપણે તેમની સામે જોઈએ કે આપણે ધ્યાનમગ્ન થઈ જઈએ! જેના પર ખૂબ જ રાગ હોય, તેની સામે જોતાં તેનામાં લીન બની જવાય છે. આ છે પ્રેમની પરાકાષ્ઠા! તે પરાકાષ્ઠા મૌનમાં પરિણમે છે. અરિહંતની સારી ઓળખ થાય, તેમના તરફ એટલો પ્રેમ પેદા થાય કે આપણે તેમની સામે જોતાં જ તન્મય બની જઈએ. શું તમે દાળ રોટીનો વિચાર કરો છો? તે તો અત્યંત પરિચિત છે. પછી તેનો વિચાર શો? પરિચય પછી વિચાર નથી રહેતો. તેવી રીતે અરિહંતનો ગાઢ પરિચય છે? જો છે, તો તેમના માટે વિચાર કરવાનો રહેતો નથી. અરિહંત' ને ઓળખો: આવશ્યક સૂત્ર છે, તેના ઉપર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ ટીકા લખી છે, તે ટીકામાં “નમસ્કાર નિયુક્તિ છે; તે નિર્યુક્તિમાં અરિહંત-પરમાત્માની વિશિષ્ટ ઓળખ કરાવવામાં આવી છે. તે જો વાંચો તો અરિહંત પરમાત્માની અનેક ઉચ્ચતમ વિશેષતાઓનું જ્ઞાન થાય; જે આપણી કલ્પનામાં ભરી ન શકાય! આપણી કલ્પનાસૃષ્ટિ નાની છે. આપણી કલ્પનાનાં ૧૦-૧૨ એકરના સરોવરમાં અરિહંત ભગવંતના મહિમાનું અનંત-અગાધ પાણી ભરવા પ્રયત્ન કરીએ તો તે overflow ઉપરથી વહેવા લાગે! એવો અનંત પ્રભાવ, અનંત મહિમા પરમાત્માનો છે. કલ્પના સીમિત છે, પરમાત્માનો મહિમા અસીમિત-અનંત-અપાર છે! સીમિત કલ્પનાથી એ કેમ સમજાવાય? પરંતુ કોઈ ને કોઈ દૃષ્ટિબિંદુ લઈને અરિહંત પરમાત્માનો પરિચય કરવો જ રહ્યો. અરિહંત પરમાત્માની ઓળખાણ કરાવતાં આચાર્ય ભગવંત કહે છે કે આ સંસાર (ચૌદ રાજલોક) એક ભયંકર અટવી-જંગલ છે, તેમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ; જ્યાં રોડ નહિ, સીધો રસ્તો નહિ; જે જંગલમાંથી રોડ જતો હોય, તેને અટવી કહેવાય? અટવી એટલે? જ્યાં કોઈ પુરૂષનાં પદચિહ્ન ન મળે. માર્ગ ન મળે તેવી આ સંસારરૂપી અટવી છે. તેમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છીએ? ચૌદ રાજલોકને અંતે સિદ્ધશિલા તરફ જઈ રહ્યા છીએ ને? માર્ગદર્શક વિના કેવી રીતે ત્યાં પહોંચીશું? માટે કોઈ માર્ગદર્શક તો જોઈએ ને? For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું અરિહંત મોક્ષમાર્ગદર્શક : અરિહંત પરમાત્મા માર્ગદર્શક-મોક્ષમાર્ગ બતાવનારા છે! મોક્ષનો માર્ગ બતાવનાર એટલે અચલ. અક્ષય... અનંત... અવ્યાબાધ સ્થાનનો રાહ બતાવનાર. મોક્ષમાર્ગ બતાવનારા એટલે જ્યાં પરમ સુખ અને પરમ શાંતિ છે, ત્યાં જવાનો માર્ગ બતાવનારા! માર્ગ બતાવનારનું મહત્ત્વ કોને સમજાય? જે જંગલમાં-અટવીમાં ભૂલ્યો પડ્યો હોય તેને ને? રસ્તો જડતો ન હોય, વાઘ, વરૂ આદિ હિંસક પ્રાણીઓનો ડર હોય ત્યારે કોઈ માર્ગ બતાવનાર મળી જાય તો? ત્યારે કેટલો આનંદ થાય? ભવવનમાં ભટકી રહ્યા છીએ : તમે જંગલમાં ક્યારેક ભૂલા પડ્યા છો? માર્ગ બતાવનાર કોઈ મળ્યો હતો? તે વખતે તમને કોઈ અનુભવ થયો હતો? અમને તો ખૂબ અનુભવ થાય! કારણ કે અમારે તો જંગલો જ ખૂંદવાનાં ને? તમે પુણ્યશાળી! તમારે બંગલાઓમાં ને મહેલોમાં રહેવાનું! ભવનમાં ભૂલા તો અમે પડ્યા છીએ ને? તમે માર્ગ પર છો કે માર્ગથી દૂર? ઠેકાણે છો કે ભૂલા પડેલા છો? જો તમને ખરેખર એમ લાગી જાય કે તમે ભૂલા પડચા છો.. આ ચૌદ રાજલોકમય વિશાળતમ વિશ્વમાં ભૂલા પડ્યા છો, અને મોક્ષમાર્ગે ચઢવા માટે બેબાકળા બની ગયા છો, તો તમને માર્ગ બતાવનારનું મહત્ત્વ બરાબર સમજાશે. માર્ગ બતાવનાર કેટલા મહત્ત્વપૂર્ણ છે, તે તો ભૂલા પડ્યા હોય તે જ જાણે! શ્રી અરિહંત પરમાત્મા માર્ગદર્શક છે, તેમનું માહામ્ય સમજાય છે? ક્યાં જવાનું હતું? ક્યાં જઈએ છીએ? અનંતકાળથી સંસારમાં ભૂલા પડી ભટકી રહ્યા છીએ.... જ્યારે કોઈ સાચા માર્ગે ચઢાવનાર ન હોય ત્યારે શ્રી અરિહંત પરમાત્મા મળી જાય ત્યારે કેવો આનંદ થાય? માર્ગદર્શકને ઓળખો : માર્ગ પર ચાલતાં ભલે એક-બે કે આઠ-દશ ભવ થાય; એનો વાંધો નહીં, પરંતુ માર્ગ પરથી જો ઊતરી ગયા તો ૮૪ લાખ યોનિમાં ભટકવાનું. તમારે જ્યાં સુધી ભટકવું છે? માર્ગ પર-મોક્ષમાર્ગ પર ચઢવું છે કે નહીં? “ક્યારે.... ક્યાં રસ્તો મળશે?' આવ્યા છો ક્યારેય આવું પૂછવા? માર્ગ ભૂલેલો માર્ગદર્શકને શોધે અને પૂછે!... શ્રી અરિહંત પરમાત્માને માર્ગદર્શક તરીકે ઓળખ્યા છે? નિઃશ્રેયસનો માર્ગ બતાવનારા એ પરમ કરૂણાવંત છે, એ રીતે એમનાં દર્શન કર્યો છે? For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન શ્રી અરિહંત પરમાત્મા મોક્ષનો માર્ગ બતાવનારા છે, એટલું જ નહિ, અર્થાત્ ધર્મનું જ્ઞાન દઈને, ઉપદેશ દઈને મોક્ષમાર્ગ બતાવી દીધો, એમ નહીં, આ રસ્તે સીધા જવું, ડાબી બાજુ જવું, જમણી બાજુ જવું–આમ બતાવીને તે ભાગી જતા નથી, પરંતુ તેઓ જીવોને સાથ પણ આપે છે! “કંપની' આપે છે! “લિફ્ટ' આપે છે... માટે તેઓ સાર્થવાહ છે. અરિહંત પરમાત્મા : સાર્થવાહ : કોઈ વેપારીને એક નગરે જવું છે; પરંતુ જંગલમાંથી પસાર થવાનું છે. સાથે હાથી, ઘોડા, સ્ત્રી, પુરૂષો છે, તમારે પણ એ નગરે જવું છે. એ જ્યારે તમને કહેઃ “ચાલો અમારી સાથે, અમે રસ્તો બતાવીશું, અમે જઈએ છીએ.' તમે વેપારીની સાથે જાઓ, તો એ તમારી ચિંતા કરેને? તેમ તીર્થંકર ભગવાન ભવાટવીમાં જીવોને સાથ આપે છે. સથવારો આપે છે. માર્ગનું જ્ઞાન આપવા. સાથે સાથે પણ આપે છે. માર્ગ છે એટલે મુશ્કેલીઓ આવે, ડાકુ-લૂંટારા આક્રમણ કરે, જંગલી પશુ પણ ધસી આવે... તો તે વખતે રક્ષણ કરનારા આપણું રક્ષણ કરે જ. તો!! આપણે સાથ ત્યજી દઈએ અને એકલા ભટકીએ.... ત્યાં જંગલી પશુ આપણને ખતમ કરી નાખે, તેમાં સાર્થવાહ દોષિત નથી; સાથે રહીએ તો જરૂર રક્ષા કરે જ. કુમારપાળ મહારાજાએ અરિહંત ભક્તિનું એક સ્તોત્ર બનાવેલું છે, તેમાં તેઓ કહે છે - भवाटवीलंधन-सार्थवाहं त्वामाश्रितो मुक्तिमहं यियासुः । कषायचीरैर्जिन! लुप्यमानं रत्नत्रयं मे तदुर्पक्षसे किम्? કુમારપાળ કહે છે કે “હે ભવ-અટવીના સાર્થવાદરૂપ જિનેશ્વર દેવ! મુક્તિએ જવાની ઇચ્છાવાળા એવા મેં આપનું શરણ લીધેલું છે; મારાં ત્રણ રત્નસમ્યગુજ્ઞાન, સમ્યગુદર્શન ને સમ્યફચારિત્ર કષાયરૂપી ચોર લૂંટી લઈ જાય છે... છતાં આપ શા માટે ઉપેક્ષા કરો છો? આપ મને બચાવો... સાર્થવાહની સાથે જનારા મનુષ્યો એ અપેક્ષા રાખતા હોય છે કે અમને ચોર-ડાકુઓથી અને જંગલી પશુઓથી સાર્થવાહ બચાવે; પણ સાર્થવાહને છોડી તમે બીજી બાજુ ચાલો, પછી જંગલી પશુ ખલાસ ન કરે તો શું કરે? ચોર ડાકુઓ તમને લુંટે નહીં તો શું તમારી આરતી ઉતારે? આમ અરિહંત ભગવાન માર્ગદર્શક તથા સાર્થવાહ છે. For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું સંસારસાગરમાં નાવિક : કોઈ કહે કે મારી માર્ગ “સમુદ્રનો છે, તો અરિહંત ભગવાન નાવિક છે! ભવસાગરથી તારનારા છે. સમુદ્ર-માર્ગે મુસાફરી કરનારા કોના પર નિર્ભર રહે છે? સંસાર સાગર છે. ભયંકર તોફાની સાગર છે. સંસાર સાગરની ભયાનકતા જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી એને જલદી તરી જવાની તમન્ના ન જાગે અને નાવિકનું મહત્ત્વ ન સમજાય. સમુદ્રમાં તોફાન આવે, નૈયા જ્યારે ઊછળે, નૈયામાં બેસનાર ગભરાયેલાં હોય. ‘શું થશે?” “શું થશે?' એમ પોકાર કરતા હોય, ત્યારે કપ્તાન કહે, ‘ચિંતા ન કરો, તમને ડૂબવા નહીં દઉ... પણ ધ્યાન રાખો;નૈયામાંથી બહાર ન કૂદી પડતા; ગમે તેટલી આંધી આવે, ગમે તેવું તોફાન આવે તોય હું રક્ષા કરીશ!' જે નૈયામાં બેસી રહે છે, જે ગભરાતો નથી, તેનું તે રક્ષણ કરે છે. જેમ ભવ અટવી છે તેમ ભવ “સાગર” છે. ભવ અટવીમાં પરમાત્મા માર્ગદર્શક તથા સાર્થવાહ છે, તેમ ભવ સાગરમાં જહાજના કપ્તાન છે! નાવિક છે! ભવજંગલમાં રખેવાળ અરિહંત ઃ પરમાત્મા ભવ-જંગલમાં મહાગોપ છે. રખેવાળ છે. ગોવાળ પશુઓનું એક બાજુ ઊભો રહી, નજર ફેરવતો રક્ષણ કરે છે. જંગલી પશુઓથી બકરાં, ઘેટાં, ગાય, ભેંસ વગેરેને બચાવવા પ્રયત્ન કરે છે. સંસારમાં આધિ, વ્યાધિ; ઉપાધિ જન્મ, જરા, મૃત્યુ વગેરે જંગલી પશુઓ છે. અત્યારે તમને ક્યાં ક્યાં પશુઓએ પકડેલા છે? માલુમ છે? આધિ, વ્યાધિ ઉપાધિ શું છે? મૃત્યુ શું છે? લાગે છે આ બધાં જંગલી પશુઓ? એ પશુઓથી બચવાની ઇચ્છા છે? અરિહંત પરમાત્મા આવાં જંગલી પશુઓથી જીવોનું રક્ષણ કરે છે પણ જો તેમની આજ્ઞામાં રહીએ તો! જેમ ભરવાડને લાગે કે “ભય છે, થોડો અવાજ કરે, તો એકદમ બધા પશુઓ તેની પાસે દોડી આવે! તેમ ભયથી ભરેલા સંસારમાં અરિહંત ભગવાન જ્યારે બોલાવે કે “આ બાજુ આવો,” તો કઈ તરફ દોડી જાઓ? પરમાત્મા તરફ કે ચાંદની ચોક તરફ? પરમાત્મા જિનેશ્વરદેવ આપણા રક્ષક છે, એ સમજાયું છે? એક રક્ષક બીજા જીવની રક્ષા ક્યારે કરી શકે? જ્યારે બીજો જીવ પોતાની રક્ષા ચાહતો હોય! તમે તમારી રક્ષા ચાહતા જ ન હો તો બીજો તમારી રક્ષા For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૩૫ શા માટે કરે? તમે ઇચ્છો છો કે આધિ, વ્યાધિ, ઉપાધિ અને જન્મ, જરા, તથા મૃત્યુમાંથી તીર્થંકર પરમાત્મા તમારી રક્ષા કરે? જો ચાહતા હો તો જરૂ૨ ૨ક્ષણ કરશે. અરિહંત ભગવાન રક્ષા કરે છે! પરંતુ એ જેમ કહે તેમ આપણે રહીએ, એ જેમ કહે તેમ કરીએ, તો રક્ષા કરી શકે. બીજા રાષ્ટ્રે આપણા રાષ્ટ્ર પર આક્રમણ કર્યું. સરહદ પર સૈનિકો ઊભાં છે, સૈનિકો સરહદ પરના ગામને કહે કે ‘આ ગામ ખાલી કરો.' ગામવાળા કહે, ‘ના, ગામ તો ખાલી નહીં કરીએ!' તો સૈનિકો રક્ષા કરી શકશે? કાં તો તમારી રક્ષા તમે પોતે કરો, કાં તો જે પ્રમાણે રક્ષક કહે તેમ ચાલો! રક્ષકની આજ્ઞા અનુસાર જે ચાલે તેની રક્ષા રક્ષક કરી શકે, રક્ષકની આજ્ઞા પ્રમાણે ન ચાલે તો તેની રક્ષા રક્ષક કરી ન શકે, પછી ભલે ભગવાન હોય! પરમાત્મા ભવ અટવીમાં માર્ગદર્શક છે, સાર્થવાહ છે, અને મહાગોપ છે, ભવસાગરમાં નિર્યામક છે! નાવિક છે. અરિહંતનું આ એક પ્રકારનું સ્વરૂપ છે. ભવ-અટવીમાં જંગલી પશુઓથી રક્ષણ કરનાર ગોવાળ છે, ભવ સાગ૨માં ડૂબતાને બચાવનાર નિર્યામક છે, ભૂલેલાંના માર્ગદર્શક છે, તેમજ સાર્થવાહ છે. જીવો માટે આટઆટલું કરનારા એ પરમ-તારક પરમાત્માના અંતરંગ સ્વરૂપને પણ સમજવું જોઈએ. અરિહંતનું અંતરંગ સ્વરૂપ : તમારે ઘેર વિવાહ હોય ને કોઈ વ્યક્તિ તમારી મૂંઝવણ દૂર કરે; માંદગી આવે ને તે વ્યક્તિ સારસંભાળ લે; કોઈ ઝગડો થાય તો તે વ્યક્તિ સરસ સમાધાન કરાવી આપે, તેને તમો બરાબર ઓળખતા ન હો તો એમ થાય ને કે ‘આ વ્યક્તિ કોણ? જ્યારે જ્યારે મને મુશ્કેલી-મુસીબત આવે છે ત્યારે તે દૂર કરનાર મહાપુરૂષ કોણ છે?' વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની યથાર્થ ઓળખાણ કર્યા વિના એમનું ધ્યાન નહીં થઈ શકે. જેમ તેમની ઉપકારિતા સમજ્યા તેમ તેમની વિશિષ્ટ ગુણમયતા પણ સમજો. ૧. પરમાત્મા રાગવિજેતા છે. રાગ બે પ્રકારના છે : પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ, અપ્રશસ્ત રાગ ત્રણ પ્રકારના છે : કામ, સ્નેહ ને દૃષ્ટિ. કામ રાગ એટલે રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ પ્રત્યેનો રાગ. સ્નેહરાગ એટલે કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ થાય. પછી For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું ભલે તેની સાથે લડે! દીકરો ખૂબ જ અવિવેકી હોય; છતાંય તેના પ્રત્યે રાગ! શ્રેણિકને કોણિક પ્રત્યે રાગ હતો ને? તે સ્નેહ રાગ! દૃષ્ટિ-રાગ એટલે પોતપોતાના દર્શન (મિથ્યા-મત) પ્રત્યે રાગ. જેમ વેદાંતીને વૈદિક દર્શન પ્રત્યે રાગ, બૌદ્ધોને બૌદ્ધ દર્શન પ્રતિ રાગ! આ ત્રણેય પ્રકારના અપ્રશસ્ત રાગથી પાપકર્મનો બંધ થાય છે. પરમાત્માએ પ્રશસ્ત અને અપ્રશસ્ત રાગ તથા દૈષ પર વિજય પ્રાપ્ત કર્યો છે. નથી તેમને રાગ કે નથી ! પ્રશસ્ત રાગ એટલે અરિહંત પરમાત્મા પર રાગ. તેમના શાસન પર રાગ, તેમના સંઘ પર રાગ... અર્થાત્ જે રાગ કરવાથી પુણ્યકર્મ બંધાય. જ્યાં સુધી આત્મા વીતરાગ ન બને; ત્યાં સુધી આ પ્રશસ્ત રાગ તો કરવાનો જ. અરિહંતે બન્ને પ્રકારના રાગ મિટાવ્યા, વિજય મેળવ્યો તેથી તેઓ રાગવિજેતા. ૨. પરમાત્મા દ્વેષવિજેતા છે. દ્વેષ બે પ્રકારના છે : પ્રશસ્ત દ્વેષ ને અપ્રશસ્ત દ્વેષ. પ્રશસ્ત કેક એટલે કરવા જેવો અને અપ્રશસ્ત દેષ એટલે ન કરવા જેવો. હા, દ્વેષ પણ કરવા જેવો હોય છે! પાપો પ્રત્યે કરવાનો..તે દ્વેષ ધૃણા કરો તો પાપ ન બંધાય.... જેમ-“આ વિષય-કષાયનાં પાપ કેવાં ભયંકર છે ભવોભવ મને ભટકાવનારાં એ પાપોને કચરી નાખું. નષ્ટ કરી દઉં...” આમ દાંત કચકચાવીને બોલો જોઈએ? પણ ના, તમને પાપો તરફ દાંત કચકચાવતાં નથી આવડતા..! જીવો પ્રત્યે જ દાંત કચકચાવીને દ્વેષ કરોને? સમ્યક્તને મલિન કરનાર અતિચારો પર અરુચિ છે? અશ્રદ્ધા તરફ અરૂચિ છે? દુષ્યારિત્ર પર ધૃણા છે? હિંસા, જૂઠ, ચોરી તરફ દ્વેષ છે? પાપો તરફ દ્વેષ, ધૃણા, તિરસ્કાર તે પ્રશસ્ત દ્વેષ છે. અરિહંત પરમાત્મા, પ્રશસ્ત અને અપ્રશસ્ત રાગ તથા દેષના વિજેતા છે. ક્રોધ, માન, માયા કે લોભ-એમને કાંઈ પણ નહિ! ગોશાળાએ આવીને ભગવાનને ગાળો દીધી તો ભગવાનને તેના પ્રત્યે દ્વેષ ન થયો, અને સમવસરણમાં સૂર્યચંદ્ર વંદનાર્થે આવ્યા તો ભગવાનને તેમના તરફ રાગ ન થયો! જ્યારે આપણી તો કેવી કંગાલ સ્થિતિ છે? ઇન્દ્ર નહીં, ઇન્દ્રનો ખૂન (ચપરાશી) પણ જો ભક્ત થઈ જાય તો? ખુશ ખુશ! કેમ બરાબરને? બેડો પાર થઈ જાયને? કામ હો જાય, નામ હો જાય! આપણી કેવી રાગાંધ સ્થિતિ અને તારક ૫રમાત્માની કેવી વિતરાગ-અવસ્થા! પરમાત્મા રાગ-વિજેતા છે, દ્વેષ-વિજેતા છે. For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી નવપદ પ્રવચન ૩. પરમાત્મા પાંચેય ઇન્દ્રિયોના વિજેતા છે Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ પાંચ ઇન્દ્રિયોમાંથી એક પણ ઇન્દ્રિય પરમાત્માની આજ્ઞાથી વિરુદ્ધ જતી નથી, માટે ઇન્દ્રિય-વિજેતા! જ્યારે ધ્યાનની વાત આવશે, ત્યારે કેવી રીતે અને ક્યા હેતુથી ધ્યાન ધરવાનું છે, તે બતાવીશ, હમણાં તો material માલ સપ્લાય કરૂં છું! એ માલને કેમ apply - કરવો, કેવી રીતે વાપરવો તે પછી સમજાવીશ. ધર બનાવવા માટે જેમ ઇંટ, સિમેન્ટ વગેરે materials એકઠાં કરવામાં આવે છે ને! તેમ આ તો materials આપવામાં આવે છે, તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો, તે પછી દર્શાવવામાં આવશે. ૫૨માત્મા ઇન્દ્રિય-વિજેતા છે. જેમ આપણને પાંચ ઇન્દ્રિયો છે, તેમ પરમાત્માને પણ પાંચ ઇન્દ્રિયો હતી. પરંતુ તેઓ ઇન્દ્રિયોના વિજેતા બન્યા.... આપણે ઇન્દ્રિયોના ગુલામ બન્યા છીએ. ઇન્દ્રિયોના બે પ્રકાર છે : પુદ્ગલમય જડ ઇન્દ્રિયને ‘દ્રવ્યેન્દ્રિય' કહે છે, આત્મિક પરિણામરૂપ ઇન્દ્રિય ‘ભાવેન્દ્રિય' કહેવાય છે. દ્રવ્યેન્દ્રિયના પણ બે પ્રકાર છે : (૧) નિવૃત્તિ, અને (૨) ઉપકરણ. શરીર પર ઇન્દ્રિયોની આકૃતિ દેખાય છે ને? તે પુદ્ગલસમૂહની વિશિષ્ટ રચનાઓ છે, અને તે જ નિવૃત્તિ ઇન્દ્રિય! નિવૃત્તિ-ઇન્દ્રિયની બહાર અને અંદરની પૌદ્ગલિક શક્તિ તે ઉપકરણ-ઇન્દ્રિય! ભાવેન્દ્રિયના બે પ્રકાર છે : (૧) લબ્ધિ-ઇન્દ્રિય, અને (૨) ઉપયોગઇન્દ્રિય. મતિ-જ્ઞાનાવરણ આદિ કર્મનો ક્ષયોપશમ તે લબ્ધિ ઇન્દ્રિય! આ એક પ્રકારનું આત્મિક પરિણામ જ હોય છે. ઉપયોગ-ઇન્દ્રિય કોને કહેવાય? જાણો છો? લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણએ ત્રણના મળવાથી શબ્દ-રૂપાદિ વિષયોનો જે બોધ થાય તેને ઉપયોગ ઇન્દ્રિય કહેવાય છે. For Private And Personal Use Only શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના અસંખ્ય વિષયોનો બોધ અને ભોગ આપણે ઇન્દ્રિયોથી કરીએ છીએ. ઇન્દ્રિયોની સાથે મન જોડાયેલું છે ને? આત્મા ઇન્દ્રિયો અને મન દ્વારા પાંચ પ્રકારના વિષયોમાં ભટક્યા કરે છે અને ઘોર પાપ કર્મ બાંધ્યા કરે છે. ઇન્દ્રિય વિજેતારૂપે શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન કરો. પરંતુ એ તો કહો કે તમારે ઇન્દ્રિય વિજેતા બનવું છે ખરું ? જો બનવું હોય તો એનો આ અમોધ ઉપાય છે. ઇન્દ્રિય-વિજેતારૂપે પરમાત્માનું ધ્યાન ધરવું. Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હૃદયકમલ મેં ધ્યાન ધરત હું પરમાત્માને ચાર ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો હોવાથી સકલ વિશ્વના સર્વ પદાર્થોનું જ્ઞાન પ્રત્યક્ષ જ થતું હોય છે. આત્મા સીધો જ પદાર્થનું જ્ઞાન કરે, વચ્ચે ઇન્દ્રિયો કે મનના માધ્યમની જરૂર જ નહીં. હા, મન હોય ખરું, પરંતુ એનો કોઈ ઉપયોગ નહીં! એવી રીતે પરમાત્માને ઇન્દ્રિયો હોય ખરી, પરંતુ ઉપયોગ કરવાની કોઈ જ આવશ્યકતા નહીં. ઘરમાં લાઈટ ચાલુ હોય બધે જ, પછી ફાનસ સળગાવો ખરા? શા માટે? પરમાત્માનું ઇન્દ્રિય-વિજેતારૂપે ધ્યાન ધરીને ઇન્દ્રિય-વિજેતા બનવાનું છે! બનશો ને? ૪. પરમાત્મા પરિષહ-વિજેતા છે. હવે પરમાત્માનું “પરિષહ-વિજેતા' રૂપે જ્ઞાન કરો. “પરિષહ” એટલે શું, જાણો છો? જ્ઞાની પુરૂષોએ ૨૨ “પરિષહ બતાવેલાં છે. મોક્ષમાર્ગની આરાધનામાં આ ૨૨ પરિષહ પર વિજય મેળવવો અનિવાર્ય છે. માટે ૨૨ પરિષહોનું સામાન્ય જ્ઞાન તો મેળવી લો! તમારે અધ્યયન તો કરવું નથી અને તૈયાર માલ પર બેસી જવું છે! તો લઈ લો તૈયાર માલ! ૧-૨. ગમે તેવાં સુધા અને તૃષા (ભૂખ તરસ) લાગી હોય, છતાં સ્વીકારેલી મર્યાદાથી વિરુદ્ધ ભોજન-પાણી ન લેતાં સમભાવપૂર્વક એ વેદના સહન કરવી તે સુધાપરિષહ અને તૃષાપરિષહ પર વિજય કહેવાય. ૩-૪. ગમે તેવી ટાઢ અને ગરમી લાગતી હોય છતાં એ દૂર કરવા અકથ્ય વસ્તુનું ગ્રહણ ન કરવું અને સમભાવે એ વેદનાઓ સહી લેવી તે શીતપરિષદ અને ઉષ્ણપરિષહ પર વિજય. ૫. ડાંસ-મચ્છર વગેરે જંતુઓના ઉપદ્રવમાં ખિન્ન ન થતાં એ વેદના સમભાવે સહી લેવી તે “દેશ-મશક પરિષહ પર વિજય છે. ક, નગ્નપણાને સમભાવપૂર્વક સહન કરવું તે “નગ્નત્વ પરિષહ' પર વિજય છે. ૭. સ્વીકારેલા સાધનામાર્ગમાં કંટાળાનો પ્રસંગ આવે ત્યારે કંટાળ્યા વિના વૈર્યપૂર્વક તેમાં અભિરુચિ રાખવી તે “અરતિ પરિષહ' પર વિજય છે. ૮. સાધક પુરુષ કે સ્ત્રીએ વિજાતીય આકર્ષણથી ન લલચાવું તે “સ્ત્રીપરિષહ પર વિજય છે. ૯. અસંગપણે જુદાં જુદાં સ્થાનોમાં વિહાર કરવો અને કોઈ પણ એક સ્થાનમાં નિયતવાસ ન કરવો તે “ચર્યા-પરિષહ' પર વિજય છે. For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૦. આરાધના માટે એક સ્થાને આસન બાંધીને બેસતાં, આવી પડતા ભયોને અડોલપણે જીતવા તે “નિષદ્યા-પરિષહ” પર વિજય છે.. ૧૧. કોમળ કે કઠિન, સમ કે વિષમ, જેવી સહજભાવે મળે તેવી જગામાં સમભાવપૂર્વક રહેવું તે “શચ્યા-પરિષહ” પર વિજય કહેવાય. ૧૨, કોઈ કટુ-કઠોર શબ્દ સંભળાવે, ગાળ દે, તેને સમતાભાવે સહન કરવી તે “આક્રોશ પરિષહ' પર વિજય કહેવાય. ૧૩, કોઈ તાડન-મારણ કરે તે સહન કરવું તે “વધ-પરિષહ” પર વિજય. ૧૪. ભિક્ષાવૃત્તિ કરતાં અપમાન કે લજ્જા ન રાખવા તે યાચના પરિષહ” પર વિજય. ૧૫. ભિક્ષામાં જોઈતી વસ્તુ ન મળે ત્યારે ખેદ ન કરવો તે “અલાભ પરિષહ' પર વિજય મેળવ્યો કહેવાય. ૧૬. સમતાભાવે રોગ સહન કરવો તે “રોગ-પરિષહ' પર વિજય છે. ૧૭. ઘાસ-તૃણ આદિની શય્યામાં પણ સમભાવ રાખવો તે “તૃણ-સ્પર્શ પરિષહ” પર વિજય કહેવાય. ૧૮. શરીર પર મેલ જામી જાય છતાં સ્નાનાદિ ન કરવાં અને મેલ સહન કરવો તે “મલ-પરિષહ' પર વિજય કહેવાય. ૧૯. સત્કાર મળતાં ખુશ ન થવું તે “સત્કાર પરિષહ” પર વિજય કહેવાય. ૨૦. તીવ્ર બુદ્ધિ હોય છતાં એનું અભિમાન ન કરવું તે “પ્રજ્ઞા-પરિષહ' પર વિજય મેળવ્યો કહેવાય. ૨૧. ગમે તેટલું શાસ્ત્રજ્ઞાન હોય, છતાં તેનો ગર્વ ન કરવો તે “જ્ઞાનપરિસાહ' પર વિજય કહેવાય. એવી રીતે જ્ઞાનના અભાવમાં દીનતા ન કરવી તે અજ્ઞાન-પરિષદ' પર વિજય કહેવાય. ૨૨. સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થનું જ્ઞાન ન થવાથી ધર્મ નકામો લાગે ત્યારે વિવેકથી શ્રદ્ધા દઢ રાખવી તે “અદર્શન-પરિષહ' પર વિજય કહેવાય. આ છે ૨૨ પરિષહ પરમાત્માએ આ બાવીસે બાવીસ પરિષહો પર વિજય મેળવ્યો! પરિષહ-વિજેતારૂપે પરમાત્માનું ધ્યાન ધરવાથી આપણે પણ વિજેતા બની શકીએ... “મારે “પરિષહ-વિજેતા બનવું છે.' આવું દઢ પ્રણિધાનદૃઢ સંકલ્પ હોવો જોઈએ. એવી જ રીતે પરમાત્મા ઉપસર્ગ-વિજેતા છે! ઉપસર્ગ એટલે સંકટ-આપત્તિ For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું ઉપદ્રવ. દેવો તરફથી, માનવો તરફથી અને પશુઓ તરફથી એમ ત્રિવિધ ઉપસર્ગો હોય છે. ગમે તેવા ઉપસર્ગો આવે છનાં પરમાત્મા મેરૂની જેમ અડોલ, નિર્ભય અને નિશ્ચલ રહે! પરમાત્મા મહાવીરસ્વામીનું જીવન જાણો છો ને? સાડા બાર વર્ષ સુધી કેટલા ઉપસર્ગ સહ્યા? “ઉપસર્ગ-વિજેતા' રૂપે પરમાત્માનું ધ્યાન ધરવાનું છે. અષ્ટ પ્રાતિહાર્ય તીર્થંકર પરમાત્માની આઠ પ્રાતિહાર્યની શોભા અદ્ભુત હોય છે! આપણે પ્રત્યક્ષ ન જોઈએ તો જ્ઞાનદષ્ટિથી તે જોઈએ! સમવસરણમાં વિશાળ અશોકવૃક્ષની છાયા હોય છે. પરમાત્માની ઉપર ત્રણ છત્ર હોય અને મસ્તકની પાછળ દેદીપ્યમાન ભામંડલ હોય છે. પરમાત્મા મણિમય સિંહાસન પર આરૂઢ થયેલા હોય છે, અને બે બાજુ દેવો ચામર ઢાળે છે. આકાશમાં દેવો પુષ્પવૃષ્ટિ કરે છે. દુંદુભિ બજાવે છે, અને દિવ્યધ્વનિ થાય છે! કેવું અદૂભુત વાતાવરણ! કેવા અદ્દભુત પ્રભાવવંતા પરમાત્મા! અને કેવી દિવ્ય મહિમાવાળી પ્રભુની વાણી! આવા રમણીય અને પ્રસન્ન વાતાવરણમાં બેસીને ધર્મનો ઉપદેશ સાંભળવાનો કેવો અપૂર્વ આનંદ આવે! આપણું દુર્ભાગ્ય છે કે આપણે અઢી હજાર વર્ષ મોડા જમ્યા આ ભારતમાં... એ પ્રભુના કાળમાં જન્મ્યા હોત પ્રભુના ચરણે જીવન સમર્પિત કર્યું હોત તો...? અષ્ટ પ્રાતિહાર્યથી યુક્ત અરિહંત પરમાત્માનું ધ્યાન ધરવાનું છે. ચાર અતિશય : જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય અને અપાયાપગમ-અતિશય ભગવંતના આ ચાર વિશિષ્ટ પ્રભાવ છે. આ ચાર અતિશયો છે. ચાર અતિશય અને આઠ પ્રાતિહાર્ય, મળીને અરિહંતના બાર ગુણો થાય છે. અરિહંતનું ધ્યાન કરવાની રીત: અરિહંતનું ધ્યાન ધરવાનું છે ને! આપણે જ્યારે વિસ્તારપૂર્વક (in detail) તેમનું સ્વરૂપ સમજતા હોઈએ તો હૃદયરૂપી કમળમાં તેમને બિરાજમાન કરીને ધ્યાન ધરી શકીએ. પહેલાં કમળની મધ્યમાં અરિહંતને બિરાજમાન કરવા, તેમને શ્વેત વર્ણના For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન જોવા, પછી ચિંતન કરવું કે કેટલા અતિશય? કેટલા પ્રાતિહાર્ય? આ બધું ચિંતવ્યા પછી તેઓ માર્ગદર્શક, સાર્થવાહ, નિર્ધામક તેમજ ગોપાળ છે-તે ચિંતન કરવાનું. પછી તેઓ ઇન્દ્રિય-વિજેતા, રાગ-દ્વેષ વિજેતા; પરિષહ વિજેતા, ઉપસર્ગ વિજેતા... વગેરે ચિંતન કરવાનું. એવી રીતે “ભય-વિજેતા'ના સ્વરૂપમાં પણ પરમાત્માનું ધ્યાન ધરી શકાય. “નમો નાં નિમાયા' બોલો છો ને? “નમોત્થણ” માં “નમો જિહાણ, જિઅભયાણ આવે છે ને? પહેલાં તો ખૂબ જાપ કરો, જાપમાંથી ચિતન ચાલુ થશે. પછી ગાડી દોડશે! ધ્યાનમાં લીન થશો! જાપથી ચિંતન, ચિંતનથી ધ્યાન. નમો અરિહંતાણ!કેટલો સરળ ઉચ્ચાર! નાનું બાળક પણ બોલી શકે, એક પણ અક્ષર સંયુક્ત નહીં, કેટલી સરળતાથી બોલી શકાય છે! “નમો અરિહંતાણં એ તો પંડિંગ છે; તેમાં ઉત્તમ માલ છુપાયો છે. કદી નવકારમંત્રનું પેકેટ ખોલ્યું છે ખરું? તે મહાનું અર્થથી ભરપૂર છે. તેવા જ મહાન્ અર્થથી ભરપૂર લોગસ્સ સૂત્ર, નમોલ્યુર્ણ સૂત્ર છે; એ ઓછાં મહત્ત્વનાં નથી. એ તો આજે કોઈ સાધના કરતા નથી, આરાધના કરતા નથી, મનુષ્ય જો આ ક્ષેત્રમાં પ્રવેશ કરે તો તેને સંસારની આળપંપાળ કરવી ન પડે. ચૌદ વર્ષનો એક છોકરો હતો. ભણવામાં હોઠ. બાપે દીક્ષા લીધી. સાથે છોકરાને પણ દીક્ષા અપાવી. દીક્ષા બાદ કાંઈ ભણ્યા નહીં, ખૂબ જ ખાય, ખૂબ જ ઊંઘે. ભણવાનું નામ નહીં. ગુરૂ મહારાજને ચિંતા થઈ કે આ ભણતો નથી, જ્ઞાન વગર નું શું થશે? આમ એક-બે વર્ષ ગયાં. “નમોલ્યુશંકલ્પ' નામનો ગ્રંથ મળ્યો. તે ગ્રંથમાં એવી વાતો પ્રાપ્ત થઈ કે ગુરૂ મહારાજે એની સાધના કરાવી. એ મુનિએ સાધના કરી. એ મુનિ સારા વિદ્વાન બની ગયા. સાધનાનો માર્ગ ધ્યાન આધારિત ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી અરિહંતનું ધ્યાન ધરવાનું છે. અરિહંત-પદની ૨૦ માળા ફેરવવાની છે. પદ્માસન કે પછી સુખાસનમાં બેસવાનું. આસન-મુદ્રાદિશા વગેરેનું લક્ષ રાખવાનું. બહાર જાપ! અંદર ધ્યાન કમળ-કણિકામાં અરિહંતપરમાત્માની સ્થાપના કરી તેમની આરાધના-ઉપાસના કરવાની છે. For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યાખ્યાન થોથું ) સિદ્ધ પદ ધ્યાન સાથે કમળનો સંબંધ : પરમ ઉપકારી પૂજ્ય આચાર્યભગવાન શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ શ્રી શ્રીપાળની કથાના પ્રારંભમાં એ વાત કહે છે કે “અરિહંત આદિ નવપદોનું હૃદયકમળમાં ધ્યાન ધરીને હું સિદ્ધચક્રનો મહિમા બતાવું છું', આથી એ વાત ફલિત થાય છે કે નવપદનું ધ્યાન હૃદયકમળમાં કરવું જોઈએ. એટલે ધ્યાન અને કમળનો કોઈ સંબંધ હોવો જોઈએ. આપણામાંથી કેટલાકે કમળ જોયું પણ નહીં હોય! તો પછી કમળની કલ્પના જ કેવી રીતે આવે, અને એમાં ધ્યાન પણ કેવી રીતે ધરે? ધ્યાનનો કમળ સાથે કોઈ વિશિષ્ટ સંબંધ છે જ. કવિઓએ કમળનો હૃદય સાથે સંબંધ દર્શાવ્યો છે, જ્ઞાનીઓએ તેમજ ગણધર ભગવંતોએ હૃદયને કમળ કહ્યું છે! યોગી પુરૂષોએ હૃદયને કમળ કલ્પી, તેમાં ધ્યાન ધર્યા છે. ધ્યાન ધરીને વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે! માટે હૃદયકમળની કલ્પના સ્પષ્ટ થવી જોઈએ. કમળ જોવું જોઈએ. આજે જે વિવેચન ચિંતન કરવું છે, તે મહત્ત્વપૂર્ણ છે, તે માટે સાગોદનું આ શાંતિધામ અનુકૂલ સ્થાન છે. જેમ એકાત્ત પ્રશાન્ત સ્થાન ધ્યાન માટે અનુકૂળ હોય છે, તેમ ધ્યાનની વાતો પણ એવા જ સ્થાનમાં થાય તો તે જલદી હૃદયસ્પર્શી બને. આજે સિદ્ધ ભગવંતનું ધ્યાન ધરવાનું છે. ધ્યાન ધરવાનું જેમાં છે; તે કમળને સમજવું જરૂરી છે. હૃદયને કમળ બનાવો : ધ્યાન ધરવાનું છે હૃદયમાં, હૃદયને જ્ઞાની પુરૂષોએ કમળ કહ્યું. હૃદયરૂપી કમળમાં! બજારમાં વેચાતાં મળતાં કમળમાં નહીં! કાગળનાં કે પ્લાસ્ટિકનાં કમળમાં નહીં. હૃદયને કમળ બનાવો! તે કમળમાં નવપદની સ્થાપના કરો, પછી તેનું ધ્યાન ધરો. હૃદય અને કમળનો શો સંબંધ? હૃદયને ઉપમા દેવાય છે, તે કોઈક ને કોઈક સામ્યતા-સમાનતાને લઈને, જો કોઈ જ સમાનતા ન હોય તો ઉપમા ન દેવાય. તો હૃદય અને કમળમાં કઈ સમાનતા છે? For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૪૩ હૃદય કોમળ છે. તેમ કમળ પણ કોમળ છે. એક સમાનતા કોમળતાની છે. જે હૃદયમાં ધ્યાન કરવું છે, જે હૃદયથી ધ્યાન કરવાનું છે તે હૃદય કોમળ હોવું જોઈએ; કઠોર નહિ, કૂર નહીં. ક્રૂર અને કઠોર હૃદય ધ્યાન નથી કરી શકતું; કારણ કે એ સ્થિર નથી બની શકતું. ક્રૂર અને કઠોર હૃદય ચંચલ, અસ્થિર અને અસ્વસ્થ હોય છે. બીજી સમાનતા નિર્લેપતાની છે. કમળ નિર્લેપ રહે છે, કાદવ-કીચડમાં તે ઉત્પન્ન થાય છે, પાણીમાં તે મોટું થાય છે, છતાં કાદવ અને પાણી-બન્નેને છોડી અધ્ધર રહે છે! કાદવમાં પેદા થયું, પાણીમાં પોષાયું અને બન્નેને ત્યજીને અલિપ્ત રહ્યું આપણી ગર્ભાવસ્થા ક્યાં વીતી? કીચડમાંને? ઊછર્યા કેવી રીતે? માના દૂધથી! આ બન્ને છોડીને હૃદયની ઉપરની સ્થિતિમાં પહોંચી જવાનું! જાણે કમળ હૃદયને કહે છે : “મારા જેવું બન-જ્યાં જન્મ્યો, તેનો વિચાર છોડી દે, જેનાથી પોષાયો, તે ખાનપાનનો વિચાર છોડી દે.' કમળના પાન પર પાણી નાંખો, પાણી નીચે સરકી જશે! તેમ હૃદયને વિષય-વાસનાનો સ્પર્શ થતાં જ તે સરકી પડવી જોઈએ. જેના પર વાસનાનું પાણી ટકે નહિ, વિકલ્પનું પાણી ટકે નહિ, તે હૃદય કમળ કહેવાય! હૃદયકમળ નવપદનું નિવાસસ્થાન બને! હૃદયમાં કમળની કલ્પના : હૃદયને અપવિત્ર કરનાર કોણ છે? વિકલ્પ અને વાસના! અસંખ્ય વિકલ્પવાસનાઓથી મલિન બનેલા હૃદયમાં નવપદનું ધ્યાન ન થઈ શકે. વિકલ્પવાસનાઓથી અલિપ્ત હૃદય જ નવપદજીનું નિવાસસ્થાન બની શકે. હૃદયમાં ધ્યાન ધરવાનું છે. હૃદય-કમળમાં ધ્યાન ધરવાનું છે. કલાકાર કમળને બનાવી શકે. હૃદય-કમળની કલ્પના કરવી તે સામાન્ય વાત નથી. તે માટે અભ્યાસ જોઈએ. આંખો બંધ કરો, ખીલેલું કમળ જૂઓ.... ધીમે ધીમે નજીક લાવો. હૃદય પાસે લાવો... પછી હૃદય અને કમળનો અભેદ થાય! બન્ને અભિન્ન થાય. આઠ પાંખડીવાળું કમળ.... વચમાં કર્ણિકા.... સિદ્ધનો લાલ વર્ણ : અરિહંતનું ધ્યાન સફેદ રંગમાં કરવાનું છે. સિદ્ધનું ધ્યાન લાલ રંગમાં For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४४ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું કરવાનું છે. દષ્ટિ સિદ્ધ ભગવંત ઉપર કેન્દ્રિત કરવાની. પદ્માસનસ્થ આકૃતિ.... અને લાલ વ.... લાલ વર્ણ શા માટે? જાણો છો? લાલ વર્ણમાં આકર્ષણ શક્તિ છે. “ ગા ' કોઈને આકર્ષવા માટે જે મંત્ર જપવામાં આવે છે તેમાં લાલ વર્ણથી ધ્યાન કરાય છે. પદાર્થો પણ લાલ જોઈએ. જેને આકર્ષવા હોય તેને લાલ વર્ણમાં જોવાનો. જાપની અસર એ વ્યક્તિ પર થાય છે. સંસારમાં કોઈને આપણા તરફ આકર્ષિત કરવાના હોય છે; સિદ્ધ ભગવાનના ધ્યાનમાં આપણે પોતે આકર્ષિત થઈ જવાનું હોય છે! સિદ્ધ ભગવાન તરફ આપણે આકર્ષાઈ જઈએ! સિદ્ધશિલા ક્યાં? અહીંથી ઉપર ચંદ્રલોક-સૂર્યલોક આદિ જ્યોતિષ લોક! તેનાથી ઉપર છે વૈમાનિક દેવલોક, બાર દેવલોક) અને નવ ગ્રáયક.... તેનાથી ઉપર અનુત્તર દેવલોક અને તેથી ઉપર સિદ્ધશિલા! વચલાં બધાં જ સ્ટેશનો છોડીને સિદ્ધશિલા સાથે માનસિક સંબંધ જોડવાનો છે! તે માટે સિદ્ધ ભગવંતનું લાલ રંગમાં ધ્યાન ધરો. એ ધ્યાન ધરતાં ધરતાં તમે સ્વયં આકર્ષાઈ જશો! ખેંચાવા માંડશો ગભરાશો નહીં ને? પહેલાં તો એક લક્ષ્ય નક્કી કરો કે “મારે સિદ્ધ પરમાત્મા સાથે સંબંધ બાંધવો છે! બાંધવો છે ને સિદ્ધના અનેક પ્રકાર : સંસારમાં “સિદ્ધ' શબ્દ અનેક અર્થોમાં પ્રસિદ્ધ છે. સંસારમાં અનેક પ્રકારના સિદ્ધ બને છે. દા. ત. કોઈ કર્મ-સિદ્ધ, કોઈ મંત્ર-સિદ્ધ કોઈ યોગ-સિદ્ધ, કોઈ અર્થ-સિદ્ધ, કોઈ અભિપ્રાય-સિદ્ધ, કોઈ યાત્રા-સિદ્ધ, કોઈ તપ-સિદ્ધ અને કોઈ કર્મક્ષય-સિદ્ધ! આમ આ સિદ્ધોની Variety જુદી જુદી જાત તમારી સામે મૂકી દીધી.... કહો, તમે કેવા સિદ્ધની પસંદગી કરો છો? વિદ્યા-સિદ્ધની કે કર્મ-ક્ષયસિદ્ધની? અનેક પ્રકારની સિદ્ધિઓ છે! કઈ સિદ્ધિ ચાહો છો? આપણું પ્રયોજન બીજા કોઈ સિદ્ધિથી નથી, આપણું પ્રયોજન છે. કર્મક્ષય-સિદ્ધની સાથે! જેને સંપૂર્ણ કર્મક્ષય કરવો છે, તેણે સંપૂર્ણ તથા વિશુદ્ધ આત્માનું ધ્યાન ધરવાનું છે. For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ શ્રી નવપદ પ્રવચન સિદ્ધ'નો અર્થ : સિદ્ધ’ શબ્દનો અર્થ જાણો છો? જેણે પોતાનાં જૂનાં કર્મોને બાળી નાખ્યાં છે તે સિદ્ધ! આત્મા પર લાગેલાં સર્વ કર્મોને બાળી નાખ્યાં છે, તે સિદ્ધ. જેમણે આઠ કર્મોનો ક્ષય કર્યો; આઠ કર્મો : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર “ઘાતી-કર્મ' કહેવાય અને નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય-આ ચાર “અઘાતી-કર્મ' કહેવાય. આમ, આઠ પ્રકારનાં કર્મોનો જેમણે ક્ષય કર્યો-આત્માનો કર્મ સાથેનો સંબંધ તોડી નાખ્યો અને આત્મા સ્વગુણોથી પરિપૂર્ણ બન્યો. આઠ કર્મના ક્ષયથી આત્મામાં આઠ પ્રકારના ક્ષાયિક ગુણો પેદા થાય છે. આઠ કર્મના ક્ષયથી આઠ ગુણ : (૧) જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી આત્મામાં અનંત જ્ઞાન પ્રગટ થાય છે. (તે જાણવું) (૨) દર્શનાવરણીય કર્મના ક્ષયથી આત્મામાં અનંત દર્શન પ્રગટ થાય છે. (તે જોવું) સિનેમા જુઓ છો ને? જુઓ છો અને જાણો છો! જે દેખે અને જાણે, તેને કેટલો આનંદ? દેવલોકમાં ડ્રામા-નાટક ચાલે તે દેવ-દેવીઓ છ માસ સુધી જોયા જ કરે, તોય કંટાળો નહીં! હવે છ કલાકનાં પિક્સર ઊતરવા માંડ્યાં છે ને? છ કલાક વચ્ચે Interval ઇન્ટરવલ આવે ને? પણ જેને જોવામાં જ ખૂબ રસ છે, તે શું કહેશે? “બધું બગાડી નાખ્યું !' 24-id sil4 247 strid Ela 20144 414 al Inner and outer worldઆંતરિક અને બાહ્ય સમગ્ર વિશ્વ જોઈ શકાય. લોક અને અલોકનું પ્રત્યક્ષ દર્શન, પ્રત્યક્ષ જ્ઞાન! મોક્ષમાં સિદ્ધ આત્માઓ સમગ્ર વિશ્વને જુએ છે અને જાણે છે. ત્યાં મજા છે જોવાની ને જાણવાની! વિશ્વના યથાર્થ દર્શનમાંથી અને યથાર્થ જ્ઞાનમાંથી જે આનંદ અને જે સુખ અનુભવાય છે તેનું વર્ણન શબ્દોમાં શક્ય નથી. તે તો અનુભવનો જ વિષય છે. ૧. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી અનંત જ્ઞાન પ્રાપ્ત થાય છે. ૨. દર્શનાવરણીય કર્મના ક્ષયથી અનંત દર્શન પ્રાપ્ત થાય છે. ૩. મોહનીય કર્મના ક્ષયથી વિતરાગતા પ્રાપ્ત થાય છે. ૪. અંતરાય કર્મના ક્ષયથી અનંત વીર્ય-અનંત શક્તિ પ્રાપ્ત થાય છે. For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હૃદયકમલ મેં ધ્યાન ધરત હું ૫. નામ કર્મના ક્ષયથી આત્મા અરૂપી બને છે. ૬. વેદનીય કર્મના ક્ષયથી અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે. ૭. આયુષ્ય કર્મના ક્ષયથી જન્મ-મૃત્યુ નહિ એવી અક્ષય સ્થિતિ પ્રાપ્ત થાય ૮. ગોત્ર કર્મના ક્ષયથી આત્માનો અગુરૂ-લઘુ પર્યાય ગુણ ઉત્પન્ન થાય છે. આઠ કર્મના ક્ષયથી પરમ વિશુદ્ધ આત્મામાં આઠ અક્ષય ગુણ પ્રાપ્ત થાય છે. કોઈ પ્રશ્ન કરે કે : સિદ્ધને આટલું સુખ છે, આટલાં ગુણો છે, તો તેમને સુખનું કોઈ સંવેદન-કોઈ અનુભવ છે? હા; ગામડાનો કોઈ માણસ નગરમાં જઈ પાછો ગામડામાં જાય તેને, જેણે શહેર જોયું જ નથી તેવો ગામડાનો કોઈ બીજો આદમી પૂછે કે “તે નગર કેવું છે?” તો તેની સમક્ષ તે નગરનું વર્ણન કેવી રીતે કરશે? છતાંય તે સમજાવવું સરળ છે! મુંબઈથી લાવેલા ફોટાઓ બતાવશે : “આ તાજ હોટેલ, હેંગિંગ ગાર્ડન, પાલવા બંદર' વગેરે, તે જોઈને પેલો કહેશે : “ઓ હા હો! આવું છે તે નગર!' સિદ્ધશિલાથી સંદેશો કે ફોટા નથી આવતા: પરંતુ જે સિદ્ધશિલા પર લોકાગ્રે આત્મા જાય છે, ત્યાંથી પાછા નથી આવતા! જ્યાં સંદેશો પહોંચાડવાની કોઈ વ્યવસ્થા નથી કે જ્યાંથી કોઈ ફોટ આવી શકાતો નથી. તે સિદ્ધશિલા કેવી રીતે સમજાવવી!! આજે વૈજ્ઞાનિકો કહે છે ને કે તેઓ ચંદ્રલોક પર ગયા! તેમણે ફોટાઓ મોકલ્યા, સંદેશા મોકલ્યા, છાપામાં છપાયા! કેટલાકે તે સાચા માની લીધા, તે છપાવનાર અમેરિકાની નાસા સંસ્થાને પુછાવવામાં આવ્યું કે “આ ખરા જ ફોટા છે?' તો તેઓએ જણાવ્યું કે “ત્યાંથી તો નાના નાના Dots (બિંદુઓ) આવે છે, પરંતુ તે વિષયના જાણીતા વિદ્વાનો તે બિંદુઓને જોડે છે; તેનો સ્કેચ બનાવે છે, ડિઝાઈન બનાવે છે, પછી છપાય છે. લોકો સમજે છે કે સાચો ફોટો આવ્યો! ઠીક છે; તે તો જ્યાં પહોંચ્યા, ત્યાંથી Dots ટપકાં તો આવ્યાં, પણ મોક્ષ તો ખૂબ ખૂબ દૂર છે! ત્યાંથી Dots બિંદુઓ પણ નથી આવતા! તેવા મોક્ષની કલ્પના આપણે કેવી રીતે કરીએ? કેવળજ્ઞાની સમજી શકે! આપણા માટે For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન કેવળજ્ઞાન દુર્લભ છે! આપણે જેને જોઈ શકતા નથી; જેનું પ્રત્યક્ષીકરણ કરી શકતા નથી, તેને શાસ્ત્ર પ્રત્યક્ષ કરી, શાસ્ત્રોના આધારે વિશ્વાસે માન્ય કરી, તે માટે પુરૂષાર્થ કરવો જોઈએ. જ્ઞાની પુરૂષોએ પુરૂષાર્થની પદ્ધતિ બતાવી છે. મોક્ષસુખની કોઈ ઉપમા નથી ? મોક્ષમાં સુખ અનન્ત છે. તે કેવું છે? એની કલ્પના નહીં કરી શકો... તમે પૂછો-“મીઠાઈ કે માખણ જેવું સુખ છે?” “ના” તમે કહો-“સુંદરમાં સુંદર મનગમતાં કપડાં પહેરીએ અને જે સુખ થાય તેવું છે?' 'ના!' ખૂબ જ મનપસંદ પત્ની મળી ગઈ. ફિલ્મ-એકટ્રેસ જેવી! તેનાથી મળતા સુખ જેવું તે સુખ હશે?' “ના?' આ બધાં તો તુચ્છ સુખો છે! મોક્ષના સુખનું એક બિંદુ પણ નહીં! અરે, તમે જેને સુખ કહો છો તે તો સુખ જ નથી! સુખાભાસ છે! પછી મોક્ષસુખની તુલના એની સાથે થાય જ કેવી રીતે? તે સુખ લૌકિક સુખોથી ન્યારું છે. મોક્ષસુખની ઝાંખી કેવી રીતે થાય? લૌકિક-ભૌતિક સુખોનો ત્યાગ કર્યા વિના લોકોત્તર સુખની સામાન્ય ઝાંખી પણ થવી સંભવ નથી! કરિયાતવાળા કે ક્વિનાઈનવાળા મુખથી સાકરનો સ્વાદ અનુભવાય? તે અનુભવ કરવા માટે મોટું સાફ કરવું પડે ને? તેમ ભૌતિક સુખોથી તન-મનને અળગાં કરો. સ્વચ્છ કરો; પછી જ મોક્ષસુખના સ્વાદની વાત કરો! મોઢામાં વિનાઈનની ગોળી રાખીને પ્રસન્ન કરો : સાકરનો સ્વાદ કેવો મીઠો હોય? તો એ પ્રશ્ન અનુચિત છે, તેમ તમારે ભૌતિક સુખોમાં મહાલવું છે અને પૂછવું છે : “મોક્ષનું સુખ કેવું હોય?” શું આ મૂર્ખતા નથી? સિદ્ધ શબ્દના પર્યાયઃ “સિદ્ધ' પરમાત્માના પર્યાયવાચક બીજાં નામો છે : ૧. સિદ્ધ એટલે કર્મથી સર્વથા મુક્ત. ૨. બુદ્ધ એટલે સમગ્ર વિશ્વને ચરાચર વિશ્વને જાણનાર. (બુદ્ધ = જાણવું. જેમણે વિશ્વનું સમગ્ર જ્ઞાન પ્રાપ્ત કરેલું છે.) ૩. પારંગત સંસારનો પાર પામેલા. સંસારમાં હવે કોઈ પ્રયોજન નહિ! સંસારનું કોઈ કામ શેષ નહીં. For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું સંસારથી પાર પામી જવું છે ને? તમારે હજુ સંસારનાં કામ બાકી હશે? પણ ચિંતા ન કરશો, ત્યાં ગયા પછી પણ તમને અહીંનું બધું દેખાશે! ત્યાંથી જોયા કરજો! પણ ત્યાં ગયા પછી આ બધાની સાથે એ સંબંધ નહિ રહે કે “આ મારું છે!” જેની સાથે સંબંધ ન રહ્યો, પછી એ લગ્ન કરે તોય શું? અને ન કરે તોય શું? પૈસા તેની પાસે હોય તોય શું અને ન હોય તોય શું? બધા રોગ મારાપણાના છે! મારાપણામાં જ આનંદ અને ઉદ્વેગ, હર્ષ અને શોક, સુખ અને દુઃખ વગેરે દ્વન્દ્ર રહેલાં છે. “પારંગત થઈ ગયા પછી આવું કોઈ દ્વ૮ નહીં! ૪. અજર-સિદ્ધ પરમાત્મા અજર કહેવાય છે. જરા એટલે વૃદ્ધાવસ્થા, ત્યાં વૃદ્ધાવસ્થા નથી, ત્યાં તરુણાવસ્થા કે બાલ્યાવસ્થા નથી. ત્યાં આમાંની કોઈ અવસ્થા નથી! મનુષ્ય જીવનની બધી અવસ્થાઓમાં વૃદ્ધાવસ્થા વધુ દુઃખદાયી છે! બરાબર ને? તમને દુઃખદાયી લાગે છે ને? તેટલી દુઃખદાયી તરુણાવસ્થા કે બાલ્યાવસ્થા નથી લાગતી ને? જેને જરા નથી તે અજર, મોક્ષમાં આત્માને વદ્ધાવસ્થા જ ન હોય! શરીર જ નહીં, પછી શરીરની કોઈ પણ અવસ્થા કેવી રીતે હોય? વદ્ધાવસ્થા દુઃખદાયી લાગે ને? તો પણ સંસારનાં સુખો પ્રત્યે વિરક્તિ આવે છે? ઘડપણમાં પણ વૈરાગ્ય આવ્યો છે? ના રે ના.... તમે તો સિત્તેર વર્ષે પણ જવાન! વૃદ્ધાવસ્થા દુઃખદાયી : એક ગામમાં એક વદ્ધ ગૃહસ્થ રહે. તેને એકનો એક દીકરી, શેઠ માલદાર હતા અને દીકરો એક જ. શેઠે ખૂબ શોધ કરી, એક ભણેલી ગણેલી છોકરી સાથે દીકરાનાં લગ્ન કર્યા, સાસુ તો મરી ગઈ હતી, દીકરાની વહુ ઘરમાં આવી એટલે સસરાએ-વૃદ્ધે બધું ઘર બતાવ્યું. “આ રસોઈ ઘર, આ દીવાનખાનું, આ ડ્રોઈંગ રૂમ, આ બેડ રૂમ, આ તિજોરી, આ સ્ટોર રૂમ, આ કોઠાર-' બધું બતાવ્યું.... થોડા દિવસો ગયા ને ડોસાએ દરેક કામમાં ટકટક કરવી શરૂ કરી. પુત્રવધૂ લોટ કાઢે તો કેટલો કાઢ્યો? આટલો બધો વધારે કેમ કાઢ્યો?' ઓછો કાઢે તો ય ટકટક! રસોઈઘરમાં સારી સાડી પહેરેલી હોય તોય ટોકે! બહાર જાય તો ટકટક અને ઘરમાંય ટકટક! ડોસાઓ જો ટકટક કરવાની ટેવ છોડી દે તો દેવની માફક પૂજાય ને? પણ કુટેવ છૂટવી જોઈએ ને! અહીં બેઠેલા ડોસાઓ હાથ જોડી દેશો. ટકટક નહીં કરવાના? છે વિચાર? શા માટે ટકટક કરવી? શા માટે અપ્રિય બનવું? ટકટક કરવાથી શું તમે For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૪૯ પુત્રવધૂને કે પુત્રને સુધારી શકવાના છો? તો પછી શા માટે ક્લેશ કરવો? વહુ બહારથી આવે તો કહે “મોડું કેમ થયું? “૧૫ ને બદલે ૨૦ મિનિટ કેમ થઈ? આ કોણ આવ્યું? આ કોણ ગયું?' આવી ટકટકથી બાઈ તો કંટાળી ગઈ. તેણે પોતાના પતિને ટાઈટ કર્યો. “મને તમારા પિતાની આવી ટક ટક પસંદ નથી.. આવું નહિ ચાલે... દુકાન છે કે નહિ? દુકાને બેસે, ફક્ત ભોજન કરવા ઘેર આવે!' દિકરાએ પિતાજીને કહ્યું : “આપ દુકાન પર બેસો તો?” બાપે કહ્યું: “તું મને કહેનાર કોણ? હું બધું સમજું છું!' દીકરાએ કહ્યું : “બીજું કાંઈ નહિ, પણ આ પિયર ચાલી જશે, તો રોટલા ઘડશે કોણ?' છેવટે નિર્ણય એવો લેવાયો કે “દુકાન પર નહિ ને ઘરમાં પણ નહિ! પરંતુ ઘરના પાછળના વાડામાં એક ઓરડો છે, air proof! હવા જ ન આવે તેવો! તેમાં ખાટલો નાખ્યો ને આપી એક ઘંટડી, કોઈ કામ હોય તો ડોસાએ ઘંટડી વગાડવાની! હવે દીકરાને ઘેર દીકરો થયો. ડોકરા અને છોકરાનો મેળ સારો જામે! નાના છોકરા ડોસાને વધુ પસંદ કરે! મમ્મી કરતાં દાદાને વધુ પસંદ કરે! છોકરો નાનો હતો, તે વારંવાર દાદાની ઓરડીમાં જાય છે. ડોસાને તેથી સમય પસાર થતો અને છોકરાને રમવાનું મળતું! તમને “વ્યાજ વધુ વહાલું લાગે ને? મૂડી કરતાં વ્યાજ વધુ વહાલું લાગે ખરું ને? છોકરો થોડો સમજણો થયો. એક વખત તેણે દાદાને પૂછ્યું : “દાદા! આ ઘંટડી શા માટે રાખી છે?” દાદાએ કહ્યું તારા પપ્પાએ આપી છે. મારે કામ પડે ત્યારે વગાડવાની!' છોકરાને થયું કે “મારા પપ્પા ડોસા થશે ત્યારે મારે પણ આવી ઘંટડી આપવી પડશે!” છોકરો પૂછે છે, “મારા પપ્પા ડોસા થશે?” દાદાએ કહ્યું, “હા.” ત્યારે છોકરાને મનમાં થયું કે “તે વખતે મારે ઘંટડી લાવવી ક્યાંથી? લાવને, આ જ ઘંટડી સંતાડી દઉં! એક દિવસ તેણે ઘંટડી લઈ લીધી અને કબાટમાં મૂકી દીધી. બાળમાનસ ઉપર કેવી અસરો પડે છે, તે સમજાય છે? For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હદયકમલ મેં ધ્યાન ધરત હું બીજો દિવસ થયો. સવારમાં ચા-પાણીનું પૂછવા કોઈ ન આવ્યું. ઘંટડી ન મળી એટલે ડોસો રાડો પાડવા લાગ્યો. એટલે વહુએ કહ્યું : “તમે જીવતા રહેશો ત્યાં સુધી હેરાન હેરાન કરી મૂકશો, હવે શાંતિથી જીવવા તો દો.' ડોસાએ કહ્યું : “પણ મારી ઘંટડી જડતી નથી!” પુત્રવધૂએ છોકરાને પૂછ્યું : “બેટા, તે ઘંટડી લીધી છે!” છોકરો કહે : “ના, મમ્મી, તેના પિતાએ પૂછ્યું : સાચું, બોલ, તેં ઘંટડી લીધી છે?, છોકરો કહે : “ના, પપ્પા.” છેવટે એની મમ્મી ગુસ્સે થઈ.... બે-ચાર થપ્પડ લગાવીને પૂછ્યું : “બોલ સાચું, ઘંટડી લીધી છે?” છોકરાએ હા પાડી. “ક્યાં રાખી છે?” કબાટમાં.” ઘંટડી મળી ગઈ! પરંતુ પુત્રવધૂને ચોરીનું સાચું કારણ શોધવું હતું તેણે પ્રેમથી ઘંટડી ચોરવાનું કારણ પૂછ્યું. છોકરો કહે “સાચું કહું મમ્મી? મારા પપ્પા પણ ઘરડા થશે ને? મારા પપ્પાએ તેમના પપ્પાને ઘંટડી આપી, તો મારે પણ મારા પપ્પાને આપવી પડશે ને? માટે મેં આ ઘંટડી અહીં રાખી છે!' એ છોકરાના પિતા આ બધું સાંભળે છે! ત્યાં ને ત્યાં એ પોતાના પિતાને ચરણે પડી ગયો. પિતાજી, મારી ભૂલ થઈ ગઈ, માફ કરો; આપે જન્મ દીધો, લાખોની સંપત્તિ આપી ને મેં તમને આવા અંધારા ઓરડામાં રાખ્યા! આ નહિ બને.... હવે એને ઘરમાં રહેવું હોય તો રહે, નહિતર જાય તેના પિયર.” પહેલાં મારા પિતાજી ને પછી તું-તેણે પોતાની પત્નીને કહ્યું. આ તો ડોસાનો પુણ્યોદય જાગ્યો એટલે.. નહિતર વૃદ્ધાવસ્થા–જરાવસ્થા દુઃખદાયી, છે. ઘડપણનાં દુઃખ ઘણાં હોય છે. મોક્ષમાં વૃદ્ધાવસ્થા નહીં, વૃદ્ધાવસ્થાનાં દુઃખ નહીં! ત્યાં મૃત્યુ પણ નહીં, તેથી તે અમર કહેવાય. જ્યાં જન્મ, ત્યાં મૃત્યુ. મોક્ષમાં જન્મ નથી, માટે મૃત્યુ પણ નથી. For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૧ શ્રી નવપદ પ્રવચન જ્યોતમાં જ્યોત મળી જશે ત્યારે! અજર-અમર અને અસંગ. ત્યાં કોઈ પુદ્ગલનો સંગ નહીં. જડનો સંગ નહીં. ત્યાં તો ચેતનનો ચેતન સાથે સંગ! જ્યોતિ જ્યોતિમાં ભળી જાય. તે મિલન કેવું અદૂભુત હશે? અનંત આત્મજ્યોતિમાં જ્યારે આપણી આત્મજ્યોતિ મળી જશે ત્યારે! કલ્પના તો કરો! કલ્પનામાં પણ કેટલો બધો આનંદ ભરેલો છે! ત્યાં “અહ” તથા “મમનો સંગ નથી. “હું” ને “મારું” જ્યાં આવ્યું ત્યાં જ મુશ્કેલી! ધ્યાન અગ્નિ છે : અસંગ એટલે પૌગલિક પદાર્થનો સંગ નહીં. સિદ્ધ ભગવંતોને કોઈ પ્રકારના મમત્વનો સંગ ન હોય. સિદ્ધ પરમાત્માનું ધ્યાન હૃદયકમળમાં ધરવાનું છે. હૃદય કમળની કલ્પના કરી, ઉપરના દલમાં લાલ વર્ણના સિદ્ધ-પરમાત્માની કલ્પના કરો. સિદ્ધ, બુદ્ધ, પારંગત, અજર, અમર, અસંગ તથા અક્ષય, આઠ ગુણો.... આ બધું સિદ્ધ ભગવંતોના ધ્યાનમાં ચિંતવવાનું છે. તમો જાણો છોધ્યાન અગ્નિ છે? ધ્યાનમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. તમે એક કલ્પના કરો : ધ્યાનની આગમાં આપણું શરીર બળી રહ્યું છે... શરીર બળી ગયું... શરીર સાથે આપણાં આઠ કર્મો બળી ગયાં... પછી રહી રાખ! સરોવરનું પાણી ઊછળવા લાગ્યું.... આપણા પર એ પાણી આવવા લાગ્યું. રાખ બધી સાફ થઈ ગઈ.... આપણો આત્મા સ્ફટિક-રત્ન જેવો નિર્મળ બની ગયો! તે નિર્મળ આત્માએ ઊર્ધ્વગમન કરવા માંડ્યું... ઊડતાં ઊડતાં તે અનંત જ્યોતિમાં મળી ગયો!' ધ્યાન માટે પ્રાકૃતિક વાતાવરણ જરૂરી માત્ર પાંચ મિનિટનો આ પ્રયોગ છે. માટે વાતાવરણ ખૂબ જ શાંત જોઈએએવા જંગલમાં જવું જોઈએ! ધ્યાન માટે સુયોગ્ય વાતાવરણ જોઈએ. તન-મન ઉપર વાતાવરણની અસર થતી હોય છે. નૈસર્ગિક વાતાવરણ ધર્મધ્યાનમાં ખૂબ સહાયક બને છે; માટે તો આજે આપણે આ તીર્થભૂમિ પર આવ્યા છીએ! યોગના પ્રાચીન ગ્રંથોમાં ધ્યાનની જે પ્રક્રિયાઓ બતાવેલી છે, તે મુજબ સોએ સો ટકા ન કરી શકાય, તોય થોડી તો કરી શકાય, પાંચ મિનિટનું પણ ધ્યાન અનંત કર્મોની નિર્જરા કરી આપે છે. ધ્યાન એ અગ્નિ છે! કર્મોને બાળવા માટે અગ્નિની જરૂર છે. આ માટે For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૨ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું યોગ્ય આસન, સમય, સ્થાન, કાળ, વાતાવરણ બધું અપેક્ષિત છે. વાતાવરણ. સર્જવું પડે. દરેક મનુષ્ય ધ્યાનના મૂડમાં આવી જાય. ચિંતન કરતાં કરતાં ધ્યાનમગ્ન બની જાય! સંકટ સમયે ધ્યાન સિદ્ધ પદનું ધ્યાન શાંતિના સમયે તો કરીએ, પણ ઉપસર્ગ આવે, વિશિષ્ટ પ્રકારનું સંકટ આવે ત્યારે, કાયોત્સર્ગ-ધ્યાનમાં ઊભા રહીને સિદ્ધનું ધ્યાન ધરવામાં આવે તો વિપ્નોનાં વાદળો વિખરાઈ જાય, સંકટના પહાડ અદશ્ય થઈ જાય. અરે! ભૂત-પિશાચ અને વ્યંતરોને દૂર ખસી જવું પડે! જો કે આપણે તો આ આરાધનાનું લક્ષ્ય આપણા આત્માને પરમ વિશુદ્ધ કરવાનું-રાખવાનું આજના દિવસે સિદ્ધ ભગવાનનું ધ્યાન ધરવાનું છે ને? બરાબર આસન લગાવીને સિદ્ધ ભગવાનને હૃદયકમળમાં લાવો. ઉપરની પાંખડી પર લાલ રંગની મૂર્તિ રચો. એકાગ્ર બની ધ્યાન ધરો. બીજા કોઈનો પ્રવેશ ન થવા દો. ફક્ત તમે ને સિદ્ધ પરમાત્મા! બન્ને વચ્ચે કોઈ નહિ. ૐ હીં નમો સિદ્ધાણં'-આ મંત્રાલરનો જાપ કરવાનો છે. એ જાપ સાથે “આપ સિદ્ધ છો, બુદ્ધ છો, પારંગત છો, અષ્ટકર્મના છેદનારા છો.' વગેરે જ્ઞાનનો ઉપયોગ ધ્યાનમાં કરવાનો છે. જ્ઞાન હશે તો ધ્યાનમાં અપૂર્વ આનંદ મળશે. સિદ્ધ પદનું ધ્યાન ધરવાનું છે, સિદ્ધપદ પ્રાપ્ત કરવા માટે! For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વ્યાખ્યાન પાંચમું Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્ય પદ પરમ ઉપકારી પૂજ્ય આચાર્યભગવંત રત્નશેખરસૂરિજી, શ્રીપાલની કથા કહેતાં, નવપદને પોતાના હૃદયકમળમાં સ્થાપીને, નવપદનું ધ્યાન ધરીને, નવપદનો મહિમા બતાવે છે. જે મનુષ્ય આવી રીતે સિદ્ધચક્રનું ધ્યાન ધરે છે, તે મનુષ્ય ચિત્તની અપૂર્વ પ્રસન્નતા પ્રાપ્ત કરે છે, કર્મની નિર્જરા કરે છે, અશુભ કર્મનો ક્ષય કરે છે અને શુભ પરિણામની વૃદ્ધિ અનુભવે છે. શ્રી સિદ્ધચક્રજીના અપૂર્વ પ્રસાદના અનુભવનું વર્ણન શબ્દોમાં થઈ શકતું નથી. શ્રી અરિહંતનું ધ્યાન અને શ્રી સિદ્ધ ભગવંતનું ધ્યાન કેમ કરવું તે તો સમજી ગયાને? આજે આપણે આચાર્યપદની ઓળખાણ તેમના પ્રભાવ અને સ્વરૂપ દ્વારા કરીને, તેમનું ધ્યાન કેમ કરાય તે વિચારીશું. ચાર પ્રકારના આચાર્ય આચાર્ય ચાર પ્રકારના બતાવવામાં આવ્યા છે : ૧. નામ આચાર્ય, ૨. સ્થાપના આચાર્ય, ૩. દ્રવ્ય આચાર્ય, અને ૪. ભાવ આચાર્ય, ૧. નામ આચાર્ય : જેનું નામ જ ફક્ત આચાર્ય હોય. રસ્તા પર ભટકતી વ્યક્તિનું નામ છાપી દીધું : ‘આચાર્ય' ફક્ત નામ જ. ભરવાડનો છોકરો હોય ને નામ રાખ્યું ઇન્દ્ર! તો તે શું ઇન્દ્ર કહેવાય? ના. ફક્ત નામ છે ઇન્દ્ર! ૨. સ્થાપના આચાર્ય : આચાર્યની મૂર્તિ, પ્રતિમા એ સ્થાપના આચાર્ય કહેવાય. ૩. દ્રવ્ય આચાર્ય : જેને સાંસારિક શાસ્ત્રોનું જ્ઞાન હોય, જેમ શિલ્પશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર વગેરે શાસ્ત્રોનું. આ શાસ્ત્રોનું. અધ્યયન કરાવનાર, જેમ અત્યારે સ્કૂલના આચાર્ય હોય છે ને? તે દ્રવ્ય આચાર્ય કહેવાય. ૪. ભાવ આચાર્ય : તેમની અનેક વિશેષતા છે. ભાવ આચાર્ય તો પોતે સ્વયં પંચાચારનું પાલન કરે અને બીજાને પાલન કરવાનો ઉપદેશ આપે. પંચાચાર પાળે અને પળાવે. For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું પંચાચાર : પાંચ પ્રકારના આચાર છે : જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. આ પાંચેય આચાર આચાર્ય પાળે અને તેનો ઉપદેશ આપી બીજાને પળાવે. જ્ઞાનાચાર : પોતે જ્ઞાન મેળવે, જ્ઞાની બને અને પોતે બીજા આત્માઓને જ્ઞાનનો ઉપદેશ આપી જ્ઞાની બનાવે. જ્ઞાનપ્રાપ્તિ માટે અને જ્ઞાન-પરિણતિ માટે આઠ આચારોનું પાલન કરવું જોઈએ. (૧) કાળનું લક્ષ, (૨) વિનય, (૩) બહુમાન. (૪) ઉપધાન. (૫) ગુરૂ સમર્પણ, (૩) સુત્ર-શદ્ધિ. (૭) અર્થ-શદ્ધિ, (૮) સૂત્ર-અર્થ ઉભયનો યથાર્થ સ્વીકાર. આચાર્ય આ આઠેય આચારો પાળે અને બીજા જીવો પાસે પળાવે. દર્શનાચાર : સમ્યગુદર્શનના આચારો સ્વયં પાળે અને બીજાંને ઉપદેશ આપીને પાલન કરાવે. જિનેશ્વર ભગવંતનાં બતાવેલાં તત્ત્વો પ્રત્યે નિઃશંક શ્રદ્ધા! અન્ય મતો તરફ આકર્ષણ નહીં, “આ સાચું ને તે પણ સાચું'.એવી અસ્થિરતા નહીં, મૂઢતા નહીં. સત્કાર્યોની અનુમોદના કરે. ધર્મ માર્ગે ઢીલા પડેલાઓને પ્રોત્સાહિત કરે. આચાર્ય સ્વયં શ્રદ્ધામાં દઢ રહે અને શ્રદ્ધાભાવમાં શિથિલ બનેલાઓને દઢ બનાવે. તીર્થકરના ચતુર્વિધ સંઘ પ્રત્યે હૃદયમાં અપાર વાત્સલ્ય ધારણ કરે. શરણે આવેલા જીવોને કરૂણાપૂર્વક ઊંચે ચઢાવે, તેમના આત્માઓને નિર્મળ-પવિત્ર બનાવે. ચારિત્રાચાર : પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ : આ આઠ છે ચારિત્રના આચાર. આચાર્ય સ્વયં આ આચાર પાળે ને બીજા પાસે પળાવે. પાંચ સમિતિઃ ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાનભંડમત્તનિષ્ણવણા સમિતિ ને પારિટ્ટાપનિકા સમિતિ. ત્રણ ગુપ્તિઃ મનોગતિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. આનું સ્વયં સુંદર રીતે પાલન કરે અને અન્ય પાસે પાલન કરાવે. તપાચાર: તપ : -બાહ્ય છ પ્રકારે અને અત્યંતર છ પ્રકારે છે. સ્વયં તપમાં પુરૂષાર્થશીલ બને; બીજા જીવોને પ્રેરિત કરે, પુરુષાર્થશીલ બનાવે. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા. આ છ બાહા તપ, અને પ્રાયશ્ચિત્ત, ધ્યાન, વૈયાવચ્ચ, વિનય, કાયોત્સર્ગ અને સ્વાધ્યાય-આ છે પ્રકાર અભ્યતર તપના છે. For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન વર્યાચાર : જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ-આ ચારેયમાં વિર્ય ફોરવે અર્થાત્ ચારેમાં પુરૂષાર્થશીલ રહે. આળસ નહિ, પ્રમાદ નહિ! પોતે પુરુષાર્થશીલ બને અને અન્યને બનાવે. આ રીતે આચાર્ય સ્વયં પંચાચારના આરાધક છે અને પંચાચારના પ્રચારક છે. પ્રશ્નઃ આચાર્ય મોક્ષગામી જ હોય? ઉત્તર : ભાવ આચાર્ય તો મોક્ષગામી હોય જ. આચાર્ય ભાવ-આચાર્ય છે કે કેમ તે તો ફક્ત તેમનો આત્મા જાણી શકે અથવા વિશિષ્ટ જ્ઞાની પુરૂષ જાણી શકે. આચાર્યનાં બીજાં લક્ષણો: આપણે આચાર્ય પાસે જવું છે, તેમને સમજવા છે, તો તે પંચાચાર પાળે છે કે નહિ? બીજાને પંચાચારનું પાલન કરાવે છે કે નહિ? તે જોવાનું! આચાર્યોનાં બીજાં લક્ષણો પણ શાસ્ત્રમાં બતાવેલાં છે : પહેલું લક્ષણ : પંચાચાર પાળે ને પળાવે. બીજું લક્ષણ તીર્થકરની અનુપસ્થિતિમાં-તેમના સ્થાન પર આચાર્ય તીર્થકર સમાન છે. તિર્થયરસનો સૂરી'! જ્યારે તીર્થંકર પરમાત્માનો સંયોગ ન હોય ત્યારે ચતુર્વિધ સંઘ માટે આધારભૂત આચાર્ય હોય છે. આચાર્યનું સ્થાન કેટલું મહાન છે? આચાર્ય પદ મેળવવું સરળ છે પણ ભાવ-આચાર્ય બની રહેવું કઠિન છે! સાંભળવા મુજબ, બે જતિ હતા. આચાર્ય પદ લેવા માટે નક્કી કર્યું. તેઓ મારવાડમાં પહોંચ્યા. એક ગામ પકડ્યું. દોરાધાગા કરી બે ચાર ભક્તો બનાવ્યા. ગામના લોકો પાસે વાત મૂકી. “સંઘ આચાર્ય પદ આપી શકે.' ગામ લોકો પાસે નિર્ણય કરાવ્યો. સંઘ એકઠો થયો. પત્રિકા છપાઈ અને એક-બીજાએ એકબીજાને આચાર્ય પદ આપ્યું! કોઈ પૂછે : “આચાર્ય પદ કોણે આપ્યું?' તો કહે : “સંઘે.” પાંચ-પચાસ ગૃહસ્થ મળી ગયા એટલે સંઘ? સંધ કોને કહેવાય? જાણો છો? કેવો સંઘ અને કેવા સંયોગોમાં, કોને આચાર્ય પદ આપી શકે? કેવી અને કેટલી યોગ્યતાવાળા મુનિ આચાર્ય બની શકે તે જાણો છો? શાસ્ત્રોમાંથી એ જાણકારી મેળવી છે? પરમાત્મા જિનેશ્વરદેવના For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું શાસનમાં આચાર્યનું મહત્ત્વ કેટલું ઊંચું છે? આ બધું આજે ભૂલવા જેવું નથી! આચાર્ય પદનું ધ્યાન ધરવું છે. તે માટે આચાર્યનું સ્વરૂપ સમજવું જરૂરી છે. આચાર્ય સમગ્ર જિનશાસનના સુકાની હોય છે. સંઘના આધારસ્તંભ હોય છે. મકાનનો સ્તંભ કેવો હોવો જોઈએ? મજબૂતને? પોલો નહિ! ઢીલો નહિ! સડેલો નહિ! તીર્થકર જેવું તેમનું સ્થાન છે. તેમનો પ્રભાવ અદ્ભુત હોય, તેમનું જ્ઞાન વિશાળ હોય; ક્ષમાદિ ગુણો, ઈન્દ્રિયવિજય, પ્રભાવકતા વગેરે અનેક ગુણોના ભંડાર હોય. આચાર્યને માથે સંઘરક્ષાની જવાબદારી : ત્રીજું લક્ષણ : આચાર્ય ચતુર્વિધ સંઘને કુશળ રાખે. સંઘની કુશળતાની જવાબદારી સમજે. દુષ્કાળ વખતે વજસ્વામીએ સંઘને આકાશમાર્ગે ઉઠાવ્યો હતોને? જ્યાં સુકાળ હતો ત્યાં મૂકી દીધો હતો. “વરાહમિહિરે' મરીને વ્યંતર બનીને સંઘને ખૂબ જ ઉપદ્રવ કર્યો ત્યારે શાંતિ અર્થે શ્રી ભદ્રબાહુસ્વામીએ ઉવસગ્ગહર' સ્તોત્ર રચ્યું હતું અને સંઘને ઉપદ્રવથી મુક્ત કર્યો હતો. શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના સમયમાં સંઘ કેટલો નિર્ભય અને નિશ્ચિત હતો! એક વખત એવી ઘટના બની કે હતી અમાસ અને આચાર્યદેવના મોંમાંથી નીકળી પડી “પૂર્ણિમા'! વચન નીકળી ગયું, હવે શું કરવું? આચાર્યદવે થાળીને અભિમંત્રિત કરી, આકાશમાં ઘુમાવી. પાટણની આસપાસ બાર બાર કોશ સુધી ચંદ્ર જ દેખાય! એ વખતે રાજાશાહી હતી. રાજા ઇચ્છે તેમ થાય. ભિન્નભિન્ન ધર્મ અને દર્શનોના વાદવિવાદનો યુગ હતો! કોઈક ખોટું પડ્યું કે ઓર્ડર થાય, “જૈનો નીકળી જાય નગરમાંથી!” તો શું થાય? માટે ચતુર્વિધ સંઘના યોગક્ષેમ માટે આચાર્ય જાગ્રત રહેતા હતા. વિશિષ્ટ શક્તિનો પ્રયોગ પણ કરતા હતા.... છતાંય આત્મભાવમાં જાગ્રત રહેતા! જેવી રીતે સકલસંઘની રક્ષા માટે આચાર્ય જાગ્રત રહેતા, તેમ વિશિષ્ટ વ્યક્તિના યોગક્ષેમ માટે પણ શક્તિ-પ્રયોગ કરતા. હા, જરૂર પડે તો વ્યક્તિ માટે કરવું પડે! જો એ વ્યક્તિમાં સમષ્ટિનું હિત સમાયેલું હોય, જિનશાસનની પ્રભાવકતા સમાયેલી હોય. જેમ કુમારપાળ માટે શ્રી હેમચન્દ્રસૂરિજીએ શક્તિપ્રયોગ કર્યો હતો. કુમારપાળ એવા શ્રાવક હતા. એ કાળે સમગ્ર સંઘના આધારભૂત હતા. શ્રી કાલિકસૂરિજીનો પ્રસંગ જાણો છો ને? સરસ્વતી સાધ્વી પર ગર્દભિલ્લ રાજા આસક્ત બન્યો હતો. સાધ્વીને પકડી મંગાવીને મહેલમાં રાખી હતી. કાલિકસૂરિએ રાજાને ખૂબ સમજાવ્યો. રાજા For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭ શ્રી નવપદ પ્રવચન ન માન્યો.... તો વેશપલટો કરીને......... વિશાળ સૈન્ય સાથે રાજા પર આક્રમણ કર્યું હતું અને સરસ્વતી સાધ્વીને બચાવી લીધી હતી. આચાર્ય આ રીતે ચતુર્વિધ સંઘને કુશળ રાખનારા હોય. આચાર્ય જ્ઞાની, કરુણાવંત અને ધર્મદેશક હોય : ચોથું લક્ષણ : આચાર્ય શ્રુતજ્ઞાનના પારંગત હોય. જે કાળમાં જેટલું શ્રુતજ્ઞાન હોય, તેમાં પારંગત હોય. જ્ઞાનબળથી જૈનશાસનની શાન વધારે. કોઈ પણ વાદી-પ્રવાદી આવે તો વાદવિવાદ કરવામાં આચાર્ય પીછેહઠ ન કરે! જૈન શાસનનો વિજયધ્વજ ફરકતો રાખે. પૂર્વે આચાર્યોને વાદ-વિવાદ માટે તૈયારી રાખવી જ પડતી હતી. પાંચમું લક્ષણ : પથ્થરમાં પંકજ પેદા કરે! શિષ્ય મૂર્ખ હોય, જડ-બુદ્ધિ હોય, છતાંય આચાર્ય તેવા મુનિને જ્ઞાની બનાવે! પોતાના જ્ઞાનના બળથી, વાત્સલ્યથી અને કરૂણાથી, કંટાળે નહિ; જડબુદ્ધિનો શિષ્ય છે, એક વાર, બે વાર, ત્રણ વાર શીખવવા છતાં ન સમજે, ન શીખે તો કંટાળે નહિ, અજ્ઞાનીને જ્ઞાની અને મૂર્ખને સમજદાર બનાવે, છઠ્ઠું લક્ષણ : આચાર્ય નિરંતર ધર્મનો ઉપદેશ આપે, થાક્યા વિના. જીવોના ઉપકાર માટે! તે જાણતા હોય.છે કે કોણ જીવ કેવી રીતે ધર્મ પામે, કોને કેવો ઉપદેશ આપવો? ઉપદેશ દેવામાં તેઓ કુશળ હોય છે. તેવી રીતે જેને ઉપદેશ આપવાનો હોય, તેને તેની યોગ્યતાને પણ તેઓ પરખનારા હોય છે. તેમની વેધક જ્ઞાનદૃષ્ટિ મનુષ્યની આંતર-યોગ્યતા માપી લેતી હોય છે. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી : જ્યારે કુમારપાળ સિદ્ધરાજના ભયથી ભટકતા હતા, સિદ્ધરાજે નક્કી કર્યું હતું કે ‘કુમારપાળને ખતમ કરી દેવો’. કુમારપાળ ભટકતા ભટકતા ખંભાતની બહાર આવેલા. એ વખતે ભવિતવ્યતાના યોગે શ્રી હેમચંદ્રસૂરિજી મ. પણ નગરની બહાર પધારેલા. ત્યાં એક અદ્ભુત દૃશ્ય જોયું. એક અદ્ભુત શુકન થતાં જોયા. એક મોટો લાંબો સર્પ! અને એના માથે કાચંડો નાચી રહ્યો હતો! કુમારપાળે હેમચંદ્રાચાર્યની ભવ્ય આકૃતિ જોઈને વંદના કરી. ગુરૂમહારાજાએ કહ્યું : ‘વત્સ, તું હાલ દુઃખી છે, પણ થોડા સમય પછી તું રાજા થઈશ. વિ. સં. ૧૧૯૯ ના મહા વદી ચોથ, રવિવારે પુષ્ય નક્ષત્રમાં તારો રાજ્યાભિષેક થશે.’ For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ હદયકમલ મેં ધ્યાન ધરત હું મહાજ્ઞાની આચાર્ય ભગવંતની વેધક જ્ઞાનદષ્ટિએ કુમારપાળના ભવિષ્યને જોઈ લીધું.... કુમારપાળમાં તેમણે મહાનું યોગ્યતા જોઈ, તેને ઉપાશ્રયમાં રાખ્યો હતો. જ્યારે સિદ્ધરાજના સૈનિકો આવી પહોંચ્યા ત્યારે આચાર્યદેવે કુમારપાલને જ્ઞાનભંડારમાં સંતાડ્યો! સિદ્ધરાજના સૈનિકો આવ્યા તેવા પાછા ગયા! કુમારપાળ રાજા થયા. પરંતુ માથે એમણે આ. શ્રી હેમચંદ્રસૂરિને રાખ્યા હતા. રાજ કુમારપાળ : કુમારપાળનું જીવન કેવું હતું જાણો છો? કુમારપાળ પરમ શ્રાવક, દૃઢ શ્રદ્ધાવાન, પરમ આઈતુ હતા, પ્રજાને અહિંસક બનાવી, જીવન વ્રતમયસંયમમય બનાવ્યું, સાધર્મિકોના ઉદ્ધાર કર્યા; જ્ઞાનભંડારોનાં નિર્માણ કર્યા, હજારો જિનમંદિર અને લાખ્ખો જિનપ્રતિમાઓ બનાવી. આ બધાં સત્કાર્યોની પાછળ આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજાની પ્રેરણા, માર્ગદર્શન અને પ્રોત્સાહન હતાં. આચાર્યદેવે જ્ઞાનક્ષેત્રમાં કેવું ઉજ્જવળ અને અદ્ભુત કાર્ય કર્યું! સાડા ત્રણ કરોડ શ્લોકની રચના કરી! ૭૦૦ લહિયા લખતા હતા! કુમારપાળ અને તે પછી વસ્તુપાલ-તેજપાલ વગેરેએ કરોડો રૂપિયાનો સદ્વ્યય કરીને સમૃદ્ધ જ્ઞાનભંડારો બનાવ્યા. પાટણ, ખંભાત આદિ નગરોમાં તે ભંડારો હતા. કહેવાય છે કે મુસલમાનોએ તે ગ્રંથ ભંડારનાં પુસ્તકો બાળી બાળીને ત્રણ દિવસ સૈનિકો માટે ભોજન તૈયાર કરાવ્યું હતું! તારંગાના પહાડ પર ભવ્ય જિનમંદિર : પૂજ્ય આચાર્યદેવની પ્રેરણા પામીને કુમારપાળે અનેક મંદિરોનાં નિર્માણ કર્યા હતાં. તેમાનું એક છે તારંગાના પહાડ પરનું ભવ્ય મંદિર! ૩૨ માળનું એ મંદિર છે! એ જગ્યાએ ઉંદરની ૩૨ સોનામહોર કુમારપાળે લઈ લીધી હતી. જ્યારે કુમારપાલ સિદ્ધરાજથી બચવા માટે જંગલમાં ભટકતા હતા, તેમની પાસે એક કોડી પણ નહોતી. તારંગાના પહાડ પર તેમણે એક દૃશ્ય જોયું : એક ઉંદર એક સોનામહોર લઈને દરની બહાર આવે છે અને વળી અંદર દરમાં જાય છેબીજી સોનામહોર લાવે છે... એમ કરીને તે ૩૨ સોનામહોર બહાર લાવ્યો! કુમારપાલને થયું કે : “ઉદરને સોનામહોરની શી જરૂર?' તેમણે સોનામહોરો લઈ લીધી. ઉદર બહાર આવ્યો.... આજુબાજુ જોયું... તપાસ કરી, સોનામહોરો મળી, માથું પટકી પટકીને મરણ પામ્યો. ઉંદરને મરેલો જોઈને કુમારપાળને ખૂબ દુઃખ થયું.... રાજા બન્યા બાદ આ દુર્ઘટનાની વાત For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૯ શ્રી નવપદ પ્રવચન શ્રી હેમચંદ્રાચાર્યને તેમણે કરી. ગુરૂદેવે કહ્યું : ‘પ્રાયશ્ચિત્તરૂપે, જ્યાં ઉંદર મરી ગયો ત્યાં મંદિર બનાવવું.' કુમારપાળે અતિ ભવ્ય અને વિશાળકાય મંદિરનું નિર્માણ કર્યું! આજ જુઓ તેની ભવ્યતા અને સુંદર કારીગરી! દેરાસરમાં વપરાયેલું લાકડું કેવું છે? દિવાસળીથી સળગાવો તો સળગે નહિ, પણ લાકડામાંથી પાણી ઝરે! આજે એ મંદિર ઊભું છે.... કુમારપાલનો મહેલ ઊભો નથી કે હવેલી ઊભી નથી! શ્રી હેમચંદ્રાચાર્ય કલિકાલસર્વજ્ઞ મહાન આચાર્ય હતા. તેમણે જૈનશાસનની શાન વધારી, હજારો, લાખો શ્રાવકોને ધર્મમાર્ગમાં સ્થિર કર્યા. પરમાત્મા જિનેશ્વરદેવના શાસનમાં ‘આચાર્ય’ નું સ્થાન કેટલું ગૌરવપૂર્ણ હોય છે, કેટલું જવાબદારીભર્યું હોય છે અને કેટલું અગત્યનું હોય છે... તે સમજવા માટે શ્રી હેમચંદ્રસૂરિ મહારાજા અને કુમારપાળના જીવન-પ્રસંગોનું ધ્યાનથી અધ્યયન કરવું જરૂરી છે. જો આજે એ અધ્યયન થાય તો કેટલીક એકાંત માન્યતાઓ જે ઘર કરી ગઈ છે, તે દૂર થઈ શકે અને જિનશાસનની આરાધના-પ્રભાવનાનાં બંધ થઈ ગયેલાં દ્વારો પુનઃ ખૂલી જાય. આચાર્ય જિનશાસનનો ઉત્કર્ષ કરનારા હોય. સાતમું લક્ષણ : આચાર્ય દેશની સર્વ ભાષાઓના જાણકાર હોવા જોઈએ. દેશના જે જે પ્રદેશમાં જાય તે તે પ્રદેશની ભાષાના જાણકાર હોય. તે પ્રદેશની ભાષામાં ઉપદેશ આપે. શિષ્યોને પણ તેમની ભાષામાં અધ્યયન કરાવે. જે દેશની જે ભાષા હોય, તે દેશમાં તે ભાષામાં ઉપદેશ અપાય તો ઉપદેશ વધુ અસરકારક બને છે. આઠમું લક્ષણ : આચાર્ય સુંદર ભવ્ય આકૃતિવાળા હોવા જોઈએ. હા! બાહ્યરૂપ પણ અપેક્ષિત છે! આચાર્ય કુરૂપ ન જોઈએ. આચાર્ય રૂપવાન જોઈએ! યોગ્ય વ્યક્તિની પસંદગી કરવાની હોય ત્યારે કેટલીક બાબતો જોવી જ પડે. કુળવાન જોઈએ, સુલક્ષણા જોઈએ વગેરે. આચાર્યપદનું ગૌરવ જાળવીએ : પરંપરા એ છે કે આચાર્યની પસંદગી આચાર્ય કરે. આજકાલની વાત છોડો. આજની પરિસ્થિતિ વિકટ છે. આજની વાત કરાય એવી નથી! કેવા હતા એ ગૌરવવંતા ભૂતકાળના મહાન આચાર્ય ભગવંતો! અકબરના સમયમાં પણ એવા એક મહાન આચાર્ય થઈ ગયા. For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir go હૃદયકમલ મેં ધ્યાન ધરત હું અકબર બાદશાહ પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિજી મહાન પ્રભાવક અને ભવ્ય પ્રતિભાશાળી! ૨૦૦૦ સાધુ-સાધ્વી તેમની આજ્ઞામાં હતાં. પ્રત્યેક કાળે જિનશાસનના એક નાયક આચાર્ય હોવા જોઈએ. તેમની આજ્ઞામાં ભલે બીજા આચાર્ય હોય, પરંતુ બધા નેતા બની જાય તો શાસનની દુર્દશા સમજવી. શાસન ઉપર જ્યારે અનેક બાહ્ય આક્રમણો થઈ રહ્યાં છે, અને આંતરકલહો ફેલાઈ રહ્યા છે તેવા સમયે જો એક પ્રભાવશાળી અને શક્તિસંપન્ન આચાર્યને નેતા તરીકે સ્વીકારવામાં આવે તો વિનાશમાંથી બચી શકાય અને શાસનને સમૃદ્ધ બનાવી શકાય. જ્યારે મુંબઈ રાજ્યની વિધાનસભામાં બાલદીક્ષા પ્રતિબંધક વિધેયક આવેલો ત્યારે મુંબઈ રાજ્યના મુખ્યમંત્રીએ કહેલું : “એક આચાર્ય કહે છે કે : બાલદીક્ષા ન જોઈએ. તમે કહો છો કે જોઈએ, મને પોતાને જૈન ધર્મ પ્રતિ આકર્ષણ છે મેં જોયું છે કે જૈન ધર્મ જીવંત છે. જૈન કુટુંબોમાં મેં જોયું છે કે ખાવાપીવામાં નિયમ શ્રાવક અભક્ષ્ય ન લે, બાળક કંદમૂળ ન ખાય, સ્ત્રી પુરૂષ રાત્રિ ભોજન ન કરે. આમ જૈન ધર્મ practical છે, તેઓ કહે : “મને જૈનધર્મ પ્રત્યે ઘણો આદર છે. તમને સહાયક થવા તૈયાર છું.... પરંતુ તમે સહુ એક થઈને આવો...' પછી તો તેમણે એસેન્લીમાં, બે ભાષણો એવાં આપ્યો કે જે સભ્યો કાયદો લાવવાની હિમાયત કરતા હતા, તેમનાં પણ મન બદલાઈ ગયાં. બિલ public opinion આમ જનતાના અભિપ્રાય પર છોડી દેવામાં આવ્યું અને અંતે એ બિલ ઊડી ગયું. આચાર્ય એવા હોવા જોઈએ કે જેઓ જિનશાસનને પૂર્ણ વફાદાર હોય. તેમની પાસે બહુમુખી પ્રતિભા હોવી જોઈએ. આજે આચાર્ય પદનું ધ્યાન ધરવાનું છે, તે પીળા વર્ણમાં કરવાનું છે, તે સમયે આચાર્યના ૩૩ ગુણોને લક્ષ્યમાં રાખીને ધ્યાન કરવાનું છે. For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ વ્યાખ્યાન છટું ઉપાધ્યાય પદ પરમ ઉપકારી પૂજ્ય આચાર્યદેવ શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ શ્રી શ્રીપાલચરિત્રના ગ્રંથનો પ્રારંભ કરતાં કહે છે : “હું હૃદયકમલમાં અરિહંતાદિ નવપદોનું ધ્યાન કરીને, શ્રી સિદ્ધચક્રજીનો કાંઈક મહિમા કહું છું.. નવપદમાં મનને સ્થિર કરો : શ્રી નવપદનું ધ્યાન હૃદય-કમલમાં કરવાનું છે.... માટે બહારમાંથી અંદર આવો. હૃદયમાં... તમારા હૃદયમાં તમારું મન લઈ જાઓ... “હૃદય કેવું?” એની કલ્પના આપી-હૃદયકમલ જેવું છે! કમલરૂપે જ હૃદયને જુઓ! મનની આંખોએ જોવાનું છે. એ હૃદયકમલમાં નવપદ જોવાનાં અને એક-એક પદની આકૃતિ ઉપર અને એક-એક પદના અક્ષરો પર મન સ્થિર કરવાનું. પરંતુ એક નિયમ જાણો છો મનનો? જેના પર.... જે વસ્તુ પર કે જે વ્યક્તિ પર એને પ્રીતિ હોય છે, એના પર એ સ્થિર રહે છે. વારંવાર એના તરફ એ દોડે છે. શું નવપદ ઉપર પ્રીતિ જાગી છે? વારંવાર મન નવપદ ઉપર જાય છે ખરું? નવપદ પર પ્રીતિ કેવી રીતે જાગે? એ માટે નવપદનું ભવ્ય વ્યાપક સ્વરૂપ સમજવું જોઈએ. એક-એક પદનું સ્વરૂપ અને એનો પ્રભાવ સમજવો જોઈએ, તો નવપદ પ્રત્યે પ્રીતિ જાગશે અને એનું આરાધન કરવાની શક્તિ પ્રગટ થશે. ઉપાધ્યાયના ર૫ ગુણ : જેમ અરિહંતના ૧૨ ગુણ તમે જાણ્યા, જેમ સિદ્ધના ૮ ગુણ જાણ્યા, જેમ આચાર્યના ૩૩ ગુણો તમે સાંભળ્યા, તેમ ઉપાધ્યાયના ૨૫ ગુણ બતાવવામાં આવ્યા છે. જાણો છો ૨૫ ગુણ? ઉપાધ્યાય ૧૧ અંગ અને ૧૨ ઉપાંગનું જ્ઞાન ધરાવતા હોય અને સુયોગ્ય આત્માઓને એ જ્ઞાન આપતા હોય. ૧૧ અંગ અને ૧૨ ઉપાંગનાં નામ જાણો છો? તમારા શરીરનાં અંગ-ઉપાંગની આ વાત નથી! આ તો શાસ્ત્રોની વાત છે! ઉપાધ્યાય એ શાસ્ત્રોને જાણે અને સુપાત્ર આત્માઓને એનું જ્ઞાન આપે. ૧૧ અંગનાં નામ આ પ્રમાણે છે : (૧) આચારાંગ. For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હૃદયકમલ મેં ધ્યાન ધરત હું (૨) સૂત્રકૃતાંગ. (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ. (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (૯) શાતાધર્મકથા (૭) ઉપાસક દશાંગ. (૮) અન્ત ક દ શા (૯) અનુત્તરપપાતિકદશા. (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાકસૂત્ર. બાર ઉપાંગનાં નામ આ પ્રમાણે છે : (૧) ઔપપાતિક (૨) રાજપ્રશ્નીય (૩) જીવાભિગમ (૪) પ્રજ્ઞાપના (૫) સૂર્યપ્રજ્ઞપ્તિ (૬) જંબુદ્વીપ-પ્રજ્ઞપ્તિ (૭) ચન્દ્રપ્રજ્ઞપ્તિ (૮) કલ્પિકા (૯) કલ્પાવતંસિકા (૧૦) પુષ્પિકા (૧૧) પુખચૂલિકા (૧૨) વૃદિશા. ૧૧ અંગ+૧૨ ઉપાંગ = ૨૩+૧ કરણસિત્તરી = ૨૪+૧ ચરણસિત્તરી = ૨૫ ચરણસિત્તરીમાં ૭૦ વાતો છે અને કરણસિત્તરીમાં ૭૦ વાતો છે. ઉપાધ્યાયનું જીવન આ ચરણ-કરણની આરાધના ઉપાસનાથી મઘમઘાયમાન હોય છે. અપ્રમત્તભાવે સુયોગ્ય આત્માઓને જ્ઞાનદાન કરતા રહે! શ્રમણોના સમુદાયમાં ઉપાધ્યાયનું સ્થાન મહત્ત્વપૂર્ણ હોય છે. આચાર્યને જો રાજાના સ્થાને સમજીએ તો ઉપાધ્યાયને યુવરાજના સ્થાને સમજવા જોઈએ! જ્ઞાનોપાસનાનું મહત્ત્વ : શ્રમણ સંસ્કૃતિમાં અને શ્રમણસંઘમાં ઉપાધ્યાય ભગવંતનું સ્થાન અતિ મહત્ત્વનું છે; કારણ કે પરમાત્મા શ્રી મહાવીરસ્વામીના શ્રમણ સંઘમાં સમ્યગુજ્ઞાનની આરાધનાને શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવેલું છે. દિન-રાતના ૨૪ કલાકમાં ૧૫ કલાક જ્ઞાનોપાસના માટે રાખવામાં આવેલા છે! ૬ કલાક નિદ્રા માટે અને ૩ કલાક આહાર, વિહાર અને નિહાર માટે રાખવામાં આવેલા છે... સમજ પડે છે? તમારે તો પંદર કલાક અર્થોપાસના કરવાની ને? જ્ઞાનોપાસનાનું તમારા માટે કર્તવ્ય ખરું કે નહીં? સભા : કર્તવ્ય તો છે, પણ કર્તવ્યનું પાલન નથી કરતા! પ્રવચનકારશ્રી: સંસારનાં કર્તવ્યના પાલનમાંથી ઊંચા આવો તો આ કર્તવ્યનું પાલન કરોને! શ્રાવક-શ્રાવિકા વર્ગે પોતાની જીવનચર્યામાંથી જ્ઞાનોપાસના કાઢી નાંખી, એનું પરિણામ સારૂં નથી આવ્યું. જ્ઞાનોપાસનાનું મહત્ત્વ ભુલાઈ ગયું એટલે “ઉપાધ્યાય પદ'નું મહત્ત્વ પણ ભુલાઈ ગયું છે! તમો આ પદનું મહત્ત્વ ભૂલી ગયા છો, પરંતુ આજે ઉપાધ્યાય-પદની વિશેષ જવાબદારી અદા થાય તો? આપણા શ્રમણ સંઘની ખેરવિખેર વ્યવસ્થા ઠીક થઈ જાય. પાંચ પ્રહરની જ્ઞાનોપાસના માત્ર “શાસ્ત્ર-વચન' જ ન રહેતાં એનું પાલન સુલભ બની જાય. For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ઉપાધ્યાયનું આદર્શ વ્યક્તિત્વ : શ્રમણ સમુદાયને નિર્મળ સમ્યજ્ઞાનની આરાધના કરાવવાનું મહાનું કર્તવ્ય જે મહાપુરૂષના શિરે છે તે ઉપાધ્યાય ભગવંતના ઉત્તમ વ્યક્તિત્વનું દર્શન ‘નમસ્કાર-નિર્યુક્તિ' નામના ગ્રંથમાં થાય છે. ૧૩ (૧) દ્વાદશાંગ-સ્વાધ્યાયકરણમાં ઉપયુક્ત. (૨) પાપરિવર્જક. (૩) ધ્યાનમાં લીન. (૪) કર્મનાશ કરવામાં ઉદ્યમી. (૫) આચાર્ય પદને યોગ્ય. ૧૧ અંગ એને ૧૨ ઉપાંગ.... ઇત્યાદિ આગમગ્રંથોનું અધ્યયન તો એ મહાપુરૂષે કરેલું જ હોય, વર્તમાનમાં ઉપલબ્ધ ૪૫ આગમોનું તલસ્પર્શી અધ્યયન કર્યા પછી તો તેઓને ઉપાધ્યાય પદ મળેલું હોય છે. ઉપાધ્યાયને ૪૫ આગમોનું જ્ઞાન હોવું અનિવાર્ય : સભા : શું ઉપાધ્યાય પદ માટે ૪૫ આગમોનું અધ્યયન જોઈએ જ ? મહારાજશ્રી : એમાં પૂછવાનું શું છે? અધ્યયન કર્યા વિના તેઓ અધ્યાપન કેવી રીતે કરાવે? શિષ્યોને ૪૫ આગમોનું જ્ઞાન કેવી રીતે આપી શકે? એટલે ઉપાધ્યાય પાસે ૪૫ આગમોનું જ્ઞાન હોવું જ જોઈએ, એ વાત સમજાઈ ગઈ? અરે, માત્ર અધ્યયન જ નહીં, પરંતુ ચિંતન-મનન પણ જોઈએ. અનુપ્રેક્ષાસ્વાધ્યાય જોઈએ, તો જ બીજા જીવોને આગમગ્રંથોનું અધ્યાપન કરાવી શકાય. અનુપ્રેક્ષા વિના જિનોક્ત તત્ત્વોની યથાર્થ પ્રરૂપણા કરી શકાય નહીં. ઉપાધ્યાયનો અનુપ્રેક્ષા-સ્વાધ્યાય તો નિરંતર ચાલતો હોય. For Private And Personal Use Only બીજાં જીવોને જિનોક્ત તત્ત્વોનું જ્ઞાન આપવું-એ સામાન્ય કાર્ય નથી. સ્વયં જ્ઞાન પ્રાપ્ત કરવું એ હજુ સરળ કામ છે, પરંતુ બીજા જીવોને જ્ઞાન આપીને તેમના સંવેગ-વૈરાગ્યની વૃદ્ધિ કરવી, એ કાર્ય વિશિષ્ટ યોગ્યતા માગી લે છે. ઉપાધ્યાય ભગવંત એ રીતે શિષ્યોને જ્ઞાન આપે કે એમનું સમ્યગ્દર્શન નિર્મલ બનતું જાય, સમ્યગુચારિત્રમાં પુરૂષાર્થ વધતો જાય અને સંવેગ-વૈરાગ્યમાં પ્રતિદિન વૃદ્ધિ થતી જાય. Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હદયકમલ મેં ધ્યાન ધરત હું ઉપાધ્યાય સદેવ જ્ઞાનદાતા : બીજી વાત એ છે કે તેઓ જ્ઞાનદાન આપતાં જરાય કંટાળતા નથી, કે જરાય થાકતા નથી. તેઓનું જીવન અપ્રમત્ત હોય છે, ભાવકરુણાને ધારણ કરનારા એ મહાપુરૂષ સદેવ સુયોગ્ય શિષ્યોને જ્ઞાનામૃત પિવડાવતા રહે છે, ભલેને જિજ્ઞાસુ આત્મા રાત્રે બાર-બે વાગે જઈને એમને પ્રશ્ન પૂછે! પ્રેમ અને વાત્સલ્યથી તૂર્ત જ જવાબ આપે! આવા ઉપાધ્યાય ભગવંતનું ધ્યાન કરવાનું છે, કરશો ને? આવા ઉપાધ્યાય સ્વયં તો પાપમુક્ત હોય જ, પરંતુ એમનાં ચરણે-શરણે રહેનારા જીવાત્માઓ પણ પાપમુક્ત બની રહે છે. પાપોનું પરિમાર્જન કરીને શિષ્યોને નિર્મળ અને વિમલ બનાવે છે. જ્ઞાન વિના ધ્યાન નહીં ? જ્ઞાની પુરૂષ ધ્યાની બની શકે. જ્ઞાન વિના ધ્યાન નહીં! હા, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન હોઈ શકે. ધર્મધ્યાન કે શુક્લધ્યાન ન હોઈ શકે. નહીંતર તો તમે વિના જ્ઞાને મહાધ્યાની છો! કેવું ઉચ્ચ કોટિનું આર્તધ્યાન કરો છો! કરો છો ને? ઉપાધ્યાય ધર્મધ્યાનની સાથે સાથે વિશિષ્ટ કોટિનું ધ્યાન પણ કરતા હોય છે; એ ધ્યાનમાં તેઓ જિનોક્ત તત્ત્વોનું રહસ્ય પામતા હોય છે. ધ્યાનને અગ્નિ કહેવામાં આવ્યો છે. ધ્યાનાગ્નિમાં કર્મકાષ્ટ બળીને ભસ્મ થઈ જાય છે. ઉપાધ્યાય ભગવંત આ રીતે વિપુલ કર્મક્ષય કરી આત્મભાવને નિર્મળ બનાવે છે. ધ્યાનની આરાધના એક વિશિષ્ટ કોટિની આરાધના છે. આવા ઉપાધ્યાય આચાર્ય પદને યોગ્ય બને છે, માટે તેઓને યુવરાજ કહેવામાં આવે છે. આચાર્ય પદ માટે જેવી તેવી ર્યોગ્યતા ન ચાલે. જિનશાસનમાં આચાર્યનું સ્થાન સર્વોપરી છે. ‘હિત્યયર સમો સૂરિ’ આચાર્યને તીર્થકર સમાન કહ્યા છે. તીર્થંકર ભગવંતના અભાવમાં આચાર્ય તીર્થકરસમાન હોય છે, હવે વિચારો આચાર્ય પદની કેવી ઉચ્ચતમ મહત્તા છે! પણ તે ભાવ આચાર્ય માટે છે! ૩૬ ગુણોથી શોભાયમાન આચાર્ય તીર્થકરસમાન સમજવાના છે.... જેને તેને નહીં! ત્રણ પ્રકારના સ્થવિર : ઉપાધ્યાયને “સ્થવિર' પણ કહેવામાં આવ્યા છે. જિનશાસનમાં ત્રણ પ્રકારના સ્થવિર હોય છે. (૧) વયસ્થવિર (૨) પર્યાયસ્થવિર, અને (૩) જ્ઞાનસ્થવિર. For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૬૫ જેઓ ઉમરમાં મોટા હોય, વૃદ્ધ હોય તેઓ વયસ્થવિર કહેવાય. જેઓ દીક્ષાપર્યાયમાં મોટા હોય તે પર્યાયસ્થવિર કહેવાય અને જેઓ શ્રુતજ્ઞાનમાં પારંગત હોય, વિશિષ્ટ જ્ઞાની હોય, તેઓ જ્ઞાનસ્થવિર કહેવાય. વયસ્થવિર, પર્યાયસ્થવિરને અને જ્ઞાનસ્થવિરને વંદના કરે જો જ્ઞાનસ્થવિર પર્યાયસ્થવિર પણ હોય તો! જ્ઞાનવિર દીક્ષાપર્યાયમાં નાના હોય છતાંય પર્યાયમાં મોટા મુનિ એમને વંદના કરે! ક્યારે? જાણો છો? જ્યારે જ્ઞાનસ્થવિર પાસેથી જ્ઞાન લેવાનું હોય ત્યારે! જ્ઞાનસ્થવિરનું જિનશાસનમાં અદ્વિતીય સ્થાન છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી : ઉપાધ્યાયનું એક નામ “શ્રુતવૃદ્ધ” પણ છે. શ્રુતવૃદ્ધ એટલે જ્ઞાનવૃદ્ધ. અહીં વૃદ્ધ એટલે “ઘરડા' નહીં સમજવાના. આઠ વર્ષની ઉમરના જ્ઞાનવૃદ્ધ હોઈ શકે. પૂર્વજન્મના વિશિષ્ટ કોટિના ક્ષયોપશમથી અહીં આઠ વર્ષની ઉંમરમાં અગિયાર અંગના જાણકાર બની શકે. અરે, ત્રણ વર્ષની ઉમરમાં વજસ્વામીએ પારણામાં પડ્યા પડ્યા ૧૧ અંગ યાદ નહોતાં કરી લીધાં? એવી કિંવદત્તી છે કે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે બાલ્યવયમાં ગુરૂ મહારાજના મુખે ‘નવસ્મરણ” સાંભળીને યાદ કરી લીધાં હતાં. એમની માતાએ એવો સંકલ્પ કરેલો કે ગુરૂ મહારાજના મુખે નવસ્મરણનું શ્રવણ કર્યા પછી જ મોંઢામાં પાણી નાંખવું. એવામાં અચાનક ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. દિવસ ને રાત.. વરસાદ ચાલુ ને ચાલુ. બંધ જ ન થાય, ગામમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં. દેરાસરે કે ઉપાશ્રયે જઈ શકાય નહીં એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. જ્યારે માતાએ મોંઢામાં પાણી પણ ન નાંખ્યું ત્યારે નાનકડા જસવંતે શ્રિી યશોવિજયજી મ.] માતાને કારણ પૂછ્યું. માતાએ કારણ બતાવ્યું. જસવંતે કહ્યું : મા, હું તને નવસ્મરણ સંભળાવું!' ‘તને નવસ્મરણ કેવી રીતે આવડી ગયાં?' ગુરૂ મહારાજના મુખે સાંભળવાથી!' અને જસવંતે પોતાની માતાને નવસ્મરણ સંભળાવ્યાં... ને માતાનો સંકલ્પ પૂર્ણ કર્યો. આ જસવંત જ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી બન્યા! કલિકાલના કેવળી એ મહાપુરૂષ વાસ્તવમાં શ્રતવૃદ્ધ, શ્રતસ્થવિર.... આદિ તમામ નામોને શોભાવનારા હતા. એમના અગાધ જ્ઞાનથી અને અપૂર્વ તર્કશક્તિથી પ્રેરાઈને કાશીના બ્રાહ્મણ પંડિતોએ એમને ન્યાય વિશારદ'ની પદવી આપી હતી. તેઓના સમકાલીન વિદ્વાન શ્રમણોએ એમને “કલિકાલ કેવલિ'નું બિરુદ આપ્યું હતું. For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હ૬ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું જ્ઞાની પુરૂષ અકળાય નહીં, ક્રોધ ન કરે : કેવો એમનો અપ્રમત્તભાવ હશે! સેંકડો ઉત્તમ ગ્રંથોની રચના કરી છે એમણે! કેટાળ નહીં, વિષાદ નહીં, એશ-આરામ નહીં! ઉપાધ્યાય ભગવંતની આ જ વિશેષતા હોય છે. એ આખો દિવસ અધ્યાપન કરીને સૂતા હોય અને કોઈ જિજ્ઞાસુ વિનીત શિષ્ય જઈને કોઈ પ્રશ્ન પૂછે, તો તુર્ત જ એનો જવાબ આપે... કંટાળી ન જાય કે આ આપણે ભણ્યા એટલે આ લોકો દિવસ ને રાત, હેરાન કરે છે ને? આના કરતાં ન ભણ્યા હોઈએ તો કેવું સારું! કોઈ હેરાન જ ન કરે... ને મજેથી ઊંઘી શકાય... આ તો રાત્રે ય સૂવા નથી દેતા. મને કેવી મીઠી નિદ્રા આવી હતી.... ને આ મુનિએ આવીને મારી નિદ્રા બગાડી નાખી...' આવા વિકલ્પો ન આવવા જોઈએ. ગુસ્સો ન આવે. જેમ જ્ઞાની પાસે જ્ઞાન લેવા કોઈ આવે, વારંવાર આવે છતાં એમને ગુસ્સો ન આવે, તેમ તમે શ્રીમંત છો, તમારી પાસે વારંવાર લોકો દાન લેવા આવે તો ગુસ્સે ન થાઓ ને? રાજી થાઓ ને? સભા : ખૂબ ગુસ્સો આવે! મહારાજશ્રી : તમારી શ્રીમંતાઈ પર ગુસ્સો આવે ને? “અરે, ક્યાં શ્રીમંત બન્યા... આ શ્રીમંત બન્યા, માટે જ લોકો હેરાન કરે છે... દેરાસર માટે ટીપ... ઉપાશ્રય માટે ટીપ... પાંજરાપોળ માટે. ટીપ... બસ, આખો દિવસ ટીપ, ટીપ ને ટીપ...” એમ મનમાં થાય ને? શ્રીમંત બન્યા પછી, દાન લેનારાઓ પ્રત્યે જો ગુસ્સો આવ્યો, તો સમજી લેજો કે શ્રીમંતાઈ જવાની! ફરી શ્રીમંતાઈ મળવી દુર્લભ! એવા શ્રીમંત પણ જોયા છે કે જેઓને સતત દાન આપવા છતાં હૃદયમાં ક્યારેય બળાપો નથી થયો.... હા, આજના વિષમકાળમાં પણ એવા દાનવીર મહાપુરૂષો છે એવી જ રીતે આજના આ ભયંકર કાળમાં એવા જ્ઞાની મહાપુરૂષો છે જેઓ દિવસ ને રાત બસ જ્ઞાનદાન કરતા જ રહે છે. ગમે ત્યારે એમની પાસે જઈને જ્ઞાન મેળવો! એમને કંટાળો નહીં, ઉગ નહીં કે આળસ નહીં! લેનાર થાકે, પરંતુ આપનાર ન થાકે! તમે જોયા છે એવા મહાપુરૂષો? કદર છે એવા મહાપુરૂષોની? જ્ઞાની મહાપુરૂષોનું મૂલ્યાંકન કરવાની ક્ષમતા જોઈએ. બુદ્ધિ જોઈએ, એ ત્યારે જ બની શકે કે જ્યારે તમે સમ્યગૂજ્ઞાનના અભિલાષી હોવ. ઉપાધ્યાય પદનું ધ્યાન : આવા ઉપાધ્યાય ભગવંતનું આજે ધ્યાન કરવાનું છે. અષ્ટદલ-કમલની For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન કલ્પના કરો. કર્ણિકાની નીચેની પાંખડીમાં ઉપાધ્યાય ભગવંતને જુઓ. લીલાછમ વર્ષમાં અમને જુઓ. નનો ઉવજ્ઞાયાણં પદથી એમનો જાપ કરો. ઉપાધ્યાયભગવંતનું ભાવનિક્ષેપથી ધ્યાન કરવા માટે એવી કલ્પના કરો કે ઉપાધ્યાય અનેક સુવિનીત શિષ્યોને જ્ઞાનદાન આપી રહ્યા છે... એમના મુખ પર અભુત વાત્સલ્ય.... અપૂર્વ કરુણા અને પરમ પ્રસન્નતા છવાયેલી છે. શિષ્યો અપ્રમત્તભાવે, અંજલિ જોડીને... સંભ્રમાદિભાવ સાથે જ્ઞાનપ્રાપ્તિ કરી રહ્યા છે..... ક્યારેક તેઓના મુખ પર અભુત-રસની રેખાઓ ઊપસી આવે છે. ક્યારેક તેઓના મુખ પર વૈરાગ્ય રસની ગંભીરતા છવાઈ જાય છે, તો ક્યારેક ભયાનક રસની અસર એમના પર તરવરે છે.... બસ, આ દશ્ય જોયા જ કરો અને જાપ કરતા રહો. જાપ કરતાં કરતાં ધ્યાનમાં લીન બની જાઓ. શ્રી ઉપાધ્યાયના જાપ અને ધ્યાનનો એક પ્રભાવ એ પણ છે કે એમનું ધ્યાન કરનાર આત્મા નીરોગિતા પ્રાપ્ત કરે છે; પરંતુ એમાં લીલારંગનું મહત્ત્વ ઘણું છે. ભાવ-આરોગ્યની પ્રાપ્તિ માટે આ ધ્યાન અતિ આવશ્યક છે. જેમ તેમ બેસીને ગમે તેમ નવકારવાળી ગણવાથી ધ્યાન નથી થતું. ધ્યાન માટે આસન અને મુદ્રા સિદ્ધ કરવાં જોઈએ. કરશોને ધ્યાન? ચિત્તશુદ્ધિ માટે ધ્યાનને જીવનમાં સ્થાન આપો. આજે આયંબિલ પણ લીલા રંગના વર્ણનું કરવાનું હોય છે. રંગનું ધ્યાનમાં મહત્ત્વ રહેલું છે; એ મહત્ત્વ જો તમે સમજો તો વાત છે! રંગના આંતર-બાહ્ય પ્રભાવો છે. એ પ્રભાવોનો અનુભવ ધ્યાન દ્વારા થશે. અરિહંતાદિ નવપદનું ધ્યાન હૃદય-કમળમાં ધરવા માટે મયણા અને શ્રીપાલ તરફ જુઓ; તમને માર્ગદર્શન મળશે. જે રીતે તેમણે ધ્યાન ધર્યું, તે રીતે આપણે પણ ધ્યાન કરવાનું છે. મનને હળવું બનાવો : ધ્યાન મનથી ધરવાનું ને? ધ્યાન ધરનારનું મન હલકું હોવું જોઈએ. મન પર જે તે વિચારોનો ભાર ન હોવો જોઈએ. ધ્યાન ધરનારનું મન નિર્મળ જોઈએ, તેના પર મેલ જામેલો ન જોઈએ. મયણાનું મન હલકું હતું. એના પર વિકલ્પોનો ભાર ન હતો. એનું મન નિર્મળ હતું. વાસનાઓનો મેલ જામેલો ન હતો. For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હૃદયકમલ મેં ધ્યાન ધરત હું ચિંતાનો ભાર અને સુખોની વાસના મનને એટલું ક્ષુબ્ધ બનાવે છે કે ક્ષુબ્ધ મન ધ્યાનમાં લીન થતું નથી. મયણાની આસપાસ એવી ઘટનાઓ અને એવા પ્રસંગો બનેલા હતા કે ચિંતા થઈ જવી સ્વાભાવિક હતી; પરંતુ તેને ચિંતાઓ કેમ ન થઈ? કારણ? તેની પાસે જ્ઞાનદૃષ્ટિ હતી. સંસારનાં સુખોની ઇચ્છાઓનો એના પર ભાર ન હતો. આપણી નિર્બળતા કેટલી છે? થોડું પણ સુખ ન મળે તો બેચેન થઈ જઈએ! સુખની કેવી ઘોર વાસના! એકાદવાર સમયસર ચા ન મળી તો? ઊંચાનીચા થઈ જાઓને? તો સમજવું કે મન પર સુખની વાસનાનો ભાર છે. જમવાના સમયે જમવા ન મળ્યું તો ઊંચાનીચા થઈ જાઓને? તેનું reaction-પ્રત્યાઘાત ક્રોધ, ગુસ્સો, રીસ? તો સમજવું કે મન પર સુખની વાસનાનો ભાર છે. ટ્રેઇનમાં સિગારેટ પીતા હો... પેકેટ ખાલી થઈ ગયું. ટ્રેઇન હવે બે કલાક સુધી ઊભી રહેવાની નથી, સિગારેટ માટે ઊંચાનીચા થઈ જાઓ ખરા? મનમાં ને મનમાં રેલવેવાળાને ગાળો દેવા માંડોને? મન ઉપર સુખની વાસનાનો કેટલો ભાર છે? આ નબળાઈ દૂર કરવી જ રહી. એ દૂર કર્યા વિના મન ધ્યાનમાં એકાગ્ર બની શકશે નહીં. મયણાને સુખની એવી વાસનાઓ હોત તો તે પણ ધ્યાનમાં મગ્ન ન બની શકત. ઇચ્છા અને વાસના : પ્રશન: તો શું મયણાને સંસારના સુખોની ઇચ્છા જ ન હતી? તો પછી એણે દીક્ષા કેમ ન લીધી? ઉત્તર : જ્યારે મયણાને તેના પિતાએ ઉંબરરાણા સામે આંગળી ચીંધીને કહ્યું. “આ તારો પતિ!” આ વખતે, જો મયણામાં વૈષયિક સુખની વાસના હોત તો ઉંબરાણાનો હાથ ન પકડત, અથવા જરૂર મયણા કહી દેત, “મારા ભાગ્યમાં જે હશે તે પતિ મળશે. તમારે આપવાની જરૂર નથી...” એમ કહીને તે ત્યાંથી નીકળી પડત. ઇચ્છા અને વાસનામાં ઘણું અંતર છે. જો ઇચ્છા જ ન હોત સુખોની, તો તો પછી પરણવાની વાત જ ન રહેત. વાસનામાંથી ફરિયાદો ઉત્પન્ન થાય છે. વાસનામાંથી ક્લેશ, સંતાપ અને દુઃખ જન્મે છે. ઉચ્ચ જીવનનું ઘડતર કેવી રીતે થાય? મયણાએ ફરિયાદ ન કરી. કારણ? મન નિર્મળ હતું, વાસનાથી મુક્ત હતું. For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ભોગ-સુખની વાસનાથી રહિત હતું. તે માટે જ નવપદના ધ્યાનમાં તે લીન બની. મયણાના આવા વ્યક્તિત્વની પાછળ એના આત્માની યોગ્યતા અને કર્મોનો ક્ષયોપશમ તો કારણ ખરો જ, પરંતુ તેમાં નિમિત્ત કારણોએ પણ અસર કરી હતી. તે નિમિત્તનો વિચાર કરો છો? મયણાનું નામ લેવાથી પાપ ધોવાય ને? મયણાનું જીવન ઉચ્ચ આદર્શ ગણાય છે ને? એવી મયણા બની કેવી રીતે? એની પાછળ બે મહા નિમિત્તોએ કામ કર્યું હતું : એક હતી માતા રૂપસુંદરી અને બીજા હતા વિદ્યાગુરુ સુબુદ્ધિ. સુબુદ્ધિ ગૃહસ્થ હતા, પરંતુ જિનમતના જ્ઞાતા અને શ્રદ્ધાવાન હતા. મયણાને અધ્યયન કરાવનારા એ સુબુદ્ધિ જિનેશ્વર પરમાત્માના ધર્મશાસનને ઓળખનારા હતી. માતા રૂપસુંદરી પણ જિનધર્મપરાયણ શ્રાવિકા હતી, ઉચ્ચ સંસ્કારોથી અલંકૃત હતી, મોક્ષમાર્ગની આરાધક હતી. મયણાના જીવનને સંસ્કારોથી તેણે ઘડ્યું હતું. સંસ્કારદાતા તરીકે પ્રથમ ગુરૂ એ માતા હતી! જેના ઘરમાં માતા. ગુરૂ હોય તે ઘરનાં બાળકો સંસ્કારી બને છે. જેના ઘરમાં માતા ગુરૂ ન હોય તે ઘરનાં બાળકોમાં સંસ્કારો આવતા નથી, ટકતા નથી ને વૃદ્ધિ પામતા નથી. રૂપસુંદરીએ મયણાને સુંદર સંસ્કારો આપ્યા હતા. સંસ્કારોનું સિંચન માત્ર ઉપદેશથી નથી થતું, માત્ર ટોક-ટોક કરવાથી નથી થતું; જે જે પ્રસંગ ઘટના બનતી હોય ઘરમાં, તેની આલોચના એવી કરવી જોઈએ કે તેનો સારો પ્રભાવ બાળકો પર પડે. પ્રસંગોચિત જ્ઞાનદષ્ટિ આપો : ઘટના, પ્રસંગ કે પરિસ્થિતિ લઈને જ્ઞાન કેવી રીતે અપાય? જાણો છો? ધારો કે બાળકની તબિયત બગડી. તે અસ્વસ્થ બન્યું; માએ તેની દવા કરી. પૂરતી કાળજી લીધી. બચ્ચું સારું થયું. સારું થયા પછી મા બાળકને પૂછે : “તને તાવ કેમ આવ્યો? ખબર છે તને?” બાળક કહે : ના. માતા કહે : આત્માને “અશાતા વેદનીય' નામનું કર્મ લાગેલું હોય છે, તે કર્મ ઉદયમાં આવે, એટલે માંદગી આવે. બાળક કહે : આવું કર્મ કેવી રીતે લાગ્યું? માતા કહે : આપણે કોઈને મારીએ, કોઈને દુઃખ આપીએ તો તેવું કર્મ For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir o હૃદયકમલ મેં ધ્યાન ધરત છું લાગે. તે પૂર્વભવમાં કોઈને માર્યો હશે. કોઈને દુઃખ દીધું હશે! તેથી આવું કર્મ બંધાયું અને તે કર્મ ઉદયમાં આવ્યું એટલે તાવ આવ્યો. બાળક કહે : તો હું કોઈને હવે નહિ મારું, કોઈને દુઃખ નહિ દઉં.... માતા કહે : તો એવું ખરાબ કર્મ નહીં બંધાય! જ્ઞાન આવી રીતે અપાય. સંસ્કારો આવી રીતે અપાય. ધારો કે તમારી પાસે લાખો રૂપિયા હતા, ચાલ્યા ગયા. ગરીબી આવી. છોકરા-છોકરી રડવા લાગ્યાં-“આપણે ગરીબ થઈ ગયાં...” ત્યારે મા કહે: “જુઓ, આ ધન આવ્યું હતું તે ચાલ્યું ગયું. આવ્યું ત્યારે તમે પૂછયું હતું કે આપણી પાસે ધન કેવી રીતે આવ્યું? ના. ચાલ્યું ગયું ત્યારે હાય હાય શા માટે કરો છો? પુણ્યના ઉદયથી ધન આવ્યું હતું, તે પુણ્ય ખલાસ થતાં ચાલ્યું ગયું. પુણ્યનો ઉદય ક્યારે આવે અને પાપનો ઉદય ક્યારે આવે, તેની આપણને ખબર ન પડે! છોકરો પૂછે : આવું કેમ બને, મા? માતા કહે : “આપણે ધર્મ કરીએ છીએ, સાથે પાપ પણ કરીએ છીએ! વળી ધર્મ કરીએ છીએ.... પછી પાપ કરીએ છીએ... તો જે ક્રમથી આપણે ધર્મ અને પાપ કરીએ છીએ, એ ક્રમથી સુખ અને દુઃખ આવે! સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખી' તમે એક લાઈન ગોઠવી : એક રૂપિયો, એક કાંકરો, એક રૂપિયો, એક કાંકરો એમ ક્રમશ: એક-એક વસ્તુ મૂકી, પછી ક્રમશઃ ઉપાડો. શું ઉપાડશો? પહેલાં રૂપિયો, પછી કાંકરો પછી રૂપિયો ને પછી કાંકરો. તમે જે રીતે મૂક્યા હોય, તે રીતે મળે જાય! થોડો ધર્મ, વળી પાપ, વળી ધર્મ અને પછી પાપ! પુણ્યનો ઉદય આવે એટલે સુખ, વળી પાપનો ઉદય આવે એટલે દુઃખ! સતત પુણ્યોદય જોઈએ તો સતત ધર્મ કરો! ચાર ગતિમાં સુખ-દુઃખ : સાધુ મરીને દેવલોકમાં જાય એવું શાસ્ત્રમાં કહેલું છે. શા માટે? તદ્દન લૉજિકલ છે! સાધુ એટલે સતત ધર્મ કરવાવાળા. એટલે તેમને એવું સ્થાન મળે કે જ્યાં સતત સુખ મળે, સતત દૈહિક સુખ મળવાનું સ્થાન છે દેવલોક જ્યાં સુખ ઓછું અને દુઃખ વધારે ભોગવવું પડે તે મનુષ્ય જીવન. ધર્મ For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧ શ્રી નવપદ પ્રવચન ઓછો ને પાપ વધારે કરનારને મનુષ્યજીવન મળે! પરંતુ એક મિનિટ ધર્મ અને પ૯ મિનિટ પાપ, ૧ મહિનો ધર્મ અને ૬૦ મહિના પાપા ૧ વર્ષ ધર્મ ને ૬૦ વર્ષ પાપ કરનારને તિર્યંચ યોનિમાં જન્મ મળે! જ્યાં અતિ અલ્પ સમય સુખ અને ખૂબ વધુ સમય દુઃખ. પશુ-પક્ષીના જીવનમાં આપણે જોઈએ છીએ કે તેઓને સુખ કેટલું અલ્પ હોય છે અને દુ:ખ કેટલું ભયંકર હોય છે! જીવનમાં સદૈવ ઘોર પાપ! જેણે હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર ઇત્યાદિ પાપો જ કર્યા હોય તે મરે તો નરક ગતિમાં જાય. જ્યાં નિરંતર દુઃખ જ ભોગવવાનું! આનો અર્થ એ છે કે નિરંતર સુખ જોઈએ તો નિરંતર ધર્મ કરો! કર્મક્ષય કરી શાશ્વત સુખ અનુભવો. માતાઓ ગુરુ બનશે? જ્યારે ધન જાય અને છોકરા-છોકરીઓ હાય હાય કરે તે વખતે માતા ગુરૂ બની જાય! બાળકોને પુય-પાપનું તત્ત્વજ્ઞાન સમજાવે! એ તત્ત્વજ્ઞાનનો સંસ્કાર જો દઢ હશે તો ગરીબી આવવા છતાં હાય હાય નહિ કરે, ગરીબી આવતાં તેમને માતાનાં વચન યાદ આવશે. તે વિચારશે કે “મા કહેતી હતી કે પુણ્યથી સુખ ને પાપથી દુઃખ આવે છે.” ગમે તેવા દિવસો આવે, પરંતુ સ્ત્રી જો જ્ઞાની હોય તો પરિવારમાં શાન્તિ! બાપ થોડો અજ્ઞાની હોય તો ચાલે ને? પરંતુ મા જો અજ્ઞાની, તો મામલો ખલાસ! કારણ કે બાળકને પાંચ-સાત વર્ષ સુધી માનો ઘનિષ્ઠ સંબંધ રહે છે. પહેલાં માના ખોળામાં! પછી માની નજરમાં! પછી ધીમે ધીમે બાળક દૂર જાય છે.... જ્યાં સુધી બાળકને માનો પ્રેમ, તેનું વાત્સલ્ય મળતાં હોય છે, ત્યાં સુધી જો આ જ્ઞાન બાળકને મળી જાય તો તેનું જીવન ઉત્તમ બની જાય. મયણામાં આવી જ્ઞાનદૃષ્ટિ ક્યાંથી આવી? માતાનો ઉપકાર! ઉપાધ્યાયનો ઉપકાર! મયણાએ પૂર્વ ભવમાં ધર્મ-આરાધના કરી હતી.” તે વાત જવા દો. પ્રત્યક્ષ માતાને જુઓ. કેવું સુંદર જ્ઞાન આપ્યું! તમારે તમારાં બાળકોને સમ્યગૂજ્ઞાન આપવું છે? તત્ત્વજ્ઞાનનું ટયુશન રાખવું છે? અરે! તમે લોકો તો એવા બેપરવાહ બની ગયા છો કે નથી તમને તમારા બાળકોની પરવા કે નથી સંઘના બાળકોની પરવા! માત્ર પેટ ભરવા માટે ધન કમાવાનું ને? શિક્ષણ આપવાનું તમે સમજ્યા છો...? ઢંગધડા વિનાનું ને..? નહીંતર લાખો શિક્ષિત બેકારો કેવી રીતે હોત? તમને તમારા કે તમારાં સંતાનોના આત્માની ચિંતા છે ખરી? જ્યાં સુધી સમ્યગૂજ્ઞાન આપનારી પરબ For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ હૃદયકમલ મેં ધ્યાન ધરત હૈં નહીં ખોલો; ત્યાં સુધી સાચું જ્ઞાન મળવાનું નથી અને જીવન સુધરવાનાં નથી. પાપોથી અળગા થવાના નથી. તમારા કુટુંબનાં બાળકો સંસ્કારી છે? જ્ઞાની છે? સુવ્યવસ્થિત જીવન જીવે છે? નહીં ને? તમે માબાપ જ બેદરકાર careless બની ગયા છો! સારાં કપડાં; સારૂં ભોજન, સારૂં મકાન વગેરે માટે તમે ધ્યાન આપો છો પણ સમ્યગ્ જ્ઞાન મળે તેનું ધ્યાન રાખો છો? જરાય નહીં, બાળકોને જો સભ્યજ્ઞાન આપવામાં નહિ આવે તો તેમનું જીવન બરબાદ થઈ જશે. અસંખ્ય પાપોથી જીવન ભરાઈ જશે. આ ભવ ને પરભવ બગડી જશે. મયણા દિવ્યકૃપાનું પાત્ર કેવી રીતે બની? મયણા ઉપર દેવગુરૂની કૃપા ઊતરી હતી. તે તેની યોગ્યતા હતી. જે યોગ્યતા પ્રાપ્ત કરે છે, તે પાત્ર બની જાય છે. યોગ્યતા જ્ઞાન વગર, સમજણ વગર આવતી નથી. મયણા ભગવાનની કૃપાપાત્ર અને નિર્પ્રન્થ આચાર્યદેવની કૃપાપાત્ર બની ગઈ હતી ને? પરમાત્માની કૃપાપાત્ર ન બની હોત તો માળા અને બીજોડું ઊછળીને તેમની પાસે આવત ખરાં? ગુરૂમહારાજની કૃપાપાત્ર ન બની હોત તો ગુરૂમહારાજ સિદ્ધચક્રની આરાધના તેને બતાવત ખરા? માટે દેવગુરૂની કૃપાના પાત્ર બનવા માટે યોગ્યતા બનાવો, તે માટે જે જીવન પરિવર્તન કરવું પડે તે કો, પરંતુ મનુષ્ય પોતાના જીવનમાં સત્ પરિવર્તન કરવા માટે કમજોર બની ગયો છે. જીવનપરિવર્તન કરવું નથી : અન્યાય.... અનીતિ કરીને લાખો રૂપિયા તમે કમાયા હો, ને તમને કહેવામાં આવે કે ૨૫ હજાર ધર્મમાર્ગે ખર્ચો, તો હજુ કદાચ ખર્ચ કરી દો. પણ એમ કહેવામાં આવે કે ‘હવેથી અન્યાય, અનીતિથી ધન કમાવાનું બંધ કરો....’ તો તમે માનો ખરા? ન માનો ને? કારણ? તેમાં પરિવર્તન કરવું પડે! તે તમને કઠિન લાગે છે! એક દિવસ ‘પૌષધ' કરવાનું દબાણ કરીએ તો કરી દો, પણ ‘એક દિવસ ગુસ્સો ન ક૨વો, જૂઠું ન બોલવું,’ એમ કહું તો? ‘હેં...’ કરોને? પૌષધ કરશે, પણ ગુસ્સો કરવાનું નહિ છોડે! જ્યાં આંતરિક-જીવનનું પરિવર્તન કરવાની વાત આવે છે ત્યાં પીછેહઠ કરો છો; કારણ કે જ્ઞાન નથી.... તત્ત્વની સાચી સમજણ નથી. For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ શ્રી નવપદ પ્રવચન પશુમાતા અને માનવમાતા : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે પ્રથમ ગુરૂ તે માતા. શું તમને માતા ગુરૂ મળી? માએ ગુરૂ બની તમને ઉચ્ચ સંસ્કારો દીધાં? તત્ત્વજ્ઞાનનું અમૃત પિવડાવ્યું? મારું તો દુર્ભાગ્ય કે ત્રણ વર્ષનો હતો અને મા ચાલી ગઈ! એટલે માતા તરફથી સંસ્કારો ન મળ્યા! પરંતુ માતાના દૂધમાં જરૂર સંસ્કાર મળ્યા હશે જ! માતા પોતાના દૂધની સાથે ત્યાગની ભાવના પિવડાવે! કાનમાં કહે કે બેટા ચારિત્ર લેવાનું હોં!' પશુમાતા પણ જન્મ તો આપે, દૂધ પણ પિવડાવે. નાનાં નાનાં ગલુડિયાને તેની મા દૂધ નથી પિવડાવતી? તેમને નથી ખવડાવતી? તો મનુષ્યમાતાની શી વિશેષતા? જો એ પોતાનાં સંતાનોને શીલ-સદાચાર, ત્યાગ-વૈરાગ્ય, વિનય-વિવેક, પરમાર્થ-પરોપકાર, ધીરતા-વીરતા આદિના સંસ્કાર ન આપે તો પશુમાતા અને માનવમાતા-એનામાં શું અંતર? આધુનિક માતાએ તો પોતાના સંતાનને દૂધ પિવડાવવાનું પણ છોડી દીધું છે? બોટલનું દૂધ પિવડાવે છે! એ દૂધ કોનું હોય છે? જન્મતાંની સાથે જ ગાય કે બકરાંનું દૂધ પીનાર બાળક પશુ બનશે કે મનુષ્ય? માતામાં શા માટે દૂધ પેદા થાય છે? દેશમાં જ્યાં સુધી માતા “ગુરૂ' બની રહેશે ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિ સચવાશે, માતા-ગુરૂ મટી કે સંસ્કૃતિ મરી! તમને ચિંતા થાય છે આ બાળકોની? અમારી આ પ્રજાને, પરમાત્માના શાસનની આ પ્રજાને જો આત્મજ્ઞાન નહિ મળે, તો એ પ્રજાનું શું થશે? મોક્ષમાર્ગનું જ્ઞાન નહિ મળે તો શું થશે!' આ ચિંતા થાય છે? આત્મજ્ઞાની, મોક્ષમાર્ગના જ્ઞાની સ્ત્રી-પુરુષો સંઘમાં નહિ હોય તો સંઘની શી દશા? શું સંઘ એટલે માત્ર હાડકાંઓનો ઢગલો? અજ્ઞાની સ્ત્રી-પુરૂષોનો શંભુમેળો? સમ્યગ જ્ઞાન વિના વિનાશ: માં ગુરુ નહિ! બાપ ગુરુ નહિ! પછી ધર્મગુરુઓ શું કરી શકે? બધું સંસ્કરણ ધર્મગુરુઓ ન કરી શકે. તમે તમારી જવાબદારી સમજો તો અમારું કાર્ય સરળ થાય. તમે તમારા કર્તવ્યથી વિમુખ થાઓ તે નહિ ચાલે. સ્ત્રી રસોઈ ન કરે તો ઝગડો કરો કે નહિ? હા! બાળકને એની માતા સમ્યગુ જ્ઞાન ન દે તો ઝગડો કરો કે નહિ? ના! For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪. હૃદયકમલ મેં ધ્યાન ધરત હું કેમ? સ્ત્રી એટલે નોકરાણી? ઘરનું કામ કરનારી નોકરાણી જોઈતી હતી તે મળી ગઈ! ખરુંને? પહેલાં મા ગુરુ બને, પછી બાપ ગુરુ બને, પછી કળાચાર્ય ગુરૂ બને અને બાળકોને સંસ્કાર આપે.... આજની શાળાઓમાં કોઈ સંસ્કાર મળતા નથી, અધ્યાપકો શું વિદ્યાર્થીઓમાં સંસ્કારસિંચન કરે છે? અને વિદ્યાર્થીઓને સંસ્કારો મેળવવાનું ગમે છે? આજે સમાજવ્યવસ્થા અને શિક્ષણવ્યવસ્થા બગડી ગઈ છે. બાળકો ભણવા માગતાં નથી, સંસ્કારી બનવા ઇચ્છતા નથી તો અધ્યાપકો-શિક્ષકો શું કરે? શિક્ષણ પણ વ્યવસાય બની ગયો છે... ધંધો થઈ ગયો છે. ધર્મગુરુઓ પણ શું કરે? માતા પોતાનું કર્તવ્ય ન સમજે; બાપ પોતાનું કર્તવ્ય ન બજાવે... શિક્ષક પોતાની ફરજોનું પાલન ન કરે....... પછી એવું અજ્ઞાની જડ ટોળું કદાચ અમારી પાસે આવે તો અમે શું ભણાવીએ? કેટલાક કહે છે : સાહેબ, આ સ્કૂલકૉલેજના છોકરાઓને કાંઈક સુધારો... કેવી રીતે સુધારવા? આ મોટી સમસ્યા છે. સૌથી મોટી ચિંતા એ થાય છે કે સંઘની કેવી ઘોર ઉપેક્ષા થઈ રહી છે? તમારા પેટનું પાણી હાલે છે? ખાટલે મોટી ખોડ!” માતા-પિતાને જ જ્ઞાન નહીં, પછી તે સંતાનોને શું જ્ઞાન આપે? પરંતુ જો બાળકોને જ્ઞાન આપવાની સુવ્યવસ્થા ન કરી, તો શું થશે તેની ચિંતા થાય છે? ઉપાધ્યાય પદનું મહત્ત્વ તેને સમજાશે, જે જ્ઞાનનું મહત્ત્વ સમજશે. પાવરહાઉસનું મહત્ત્વ તે સમજશે જે પ્રકાશનું મહત્ત્વ સમજે છે. ટાંકીનું મહત્ત્વ તેને સમજાશે, જે પાણીનું મહત્ત્વ સમજે છે. ડૉક્ટરનું મહત્ત્વ તે સમજશે, જે આરોગ્યનું મહત્ત્વ સમજે છે. ઉપાધ્યાય પદનું મહત્ત્વ સમજવા માટે સમ્યગૂજ્ઞાનનું મહત્ત્વ સમજાઈ જવું જોઈએ. મયણા અને શ્રીપાલ સમ્યગુજ્ઞાનનું મહત્ત્વ સમજેલાં હતાં માટે ઉપાધ્યાય પદના ધ્યાનમાં લીન બની શક્યાં. For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * વ્યાખ્યાનઃ સાતમું ) સાધુ પદ પરમ ઉપકારી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રત્નશખરસૂરીશ્વરજી મહારાજા શ્રીપાળની કથાના આરંભમાં અરિહંતાદિ નવપદની આરાધના કરવાનો ગર્ભિત નિર્દેશ કરે છે. પોતાના હૃદયકમળમાં નવપદનું ધ્યાન કરી, સિદ્ધચક્રનો મહિમા દર્શાવે છે. “સિદ્ધચક્રનો મહિમા સંસારના જીવોને જો બરાબર સમજાઈ જાય તો સંસારના જીવોનું હિત થાય-કલ્યાણ થાય,’ એ પવિત્ર કામનાથી ગ્રંથકાર આચાર્યદેવે સિદ્ધચક્રની આરાધના બતાવી અને શ્રીપાળનું ચરિત્ર કહ્યું. તન-મન નિર્મલ અને નીરોગી જોઈએ ? શ્રી સિદ્ધચક્રનું ધ્યાન ધરવા માટે મન સ્વસ્થ અને નિર્મળ જોઈએ, તન સ્વસ્થ અને નિર્મળ જોઈએ. મન વિકલ્પોથી અને વિકારોથી રહિત હોય તો તે ધ્યાન ધરવામાં ઉપયુક્ત બને છે. તન વિષયભોગથી વિરક્ત હોય, પાંચેય ઇંદ્રિયોના વિષયોના ઉપભોગથી મુક્ત હોય તો તે ધ્યાન ધરવામાં ઉપયોગી બને. ધ્યાન ધરવા માટે માત્ર મન જ નહીં, તનની પણ તંદુરસ્તી અર્થાત્ સ્વસ્થતા અને નિર્મળતા જોઈએ. સ્વસ્થતા અને નિર્મળતા ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે પાંચેય ઇન્દ્રિયોના વિષયો-શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના ઉપભોગથી. ઇંદ્રિયો મુક્ત બની જાય. દા.ત. તમે શ્રી નવપદનું ધ્યાન ધરવા બેઠા. એટલામાં રેડિયો પર સંગીત રેલાયું.... પ્રિય શબ્દ કાને પડ્યો.... જો એ તમે સાંભળ્યો તો ધ્યાન ભંગ! અથવા તો ઘરમાં કોઈએ અપ્રિય શબ્દો ઉચ્ચાર્યા અને તમે તે સાંભળ્યા તો ધ્યાન ભંગ!માટે પ્રિય-અપ્રિય શબ્દનો ઉપભોગ જ નહીં કરવાનો! તમારી શ્રવણેન્દ્રિય એ વખતે (ધ્યાન વખતે સ્વસ્થ રહેવી જોઈએ. “સ્વસ્થ એટલે ધ્યાનમાં જ લીન! ઇંદ્રિયોને પણ નવપદના ધ્યાનમાં જોડી દેવાની! એ ધ્યાનમાં જોડાયેલી રહે તો જ નિર્મળ રહે.... નહિતર વિષયોની વિષ્ટા ચૂંથતી રહેશે અને મલિન બની જશે! ધ્યાન વખતે કોઈ બહારનો શબ્દ સાંભળવાનો નહીં! For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું એવી રીતે-એ વખતે ગમે તેવું રૂપ સામે આવે, સ્ત્રીનું, પુરૂષનું કે જડ પદાર્થોનું.... દષ્ટિ એના પર જવી જ ન જોઈએ. જો દૃષ્ટિએ રૂપ જોઈ લીધું તો ખલાસ! જ્યાં આંખોએ રૂપનો ઉપભોગ કર્યો તો મલિનતા આવી સમજી એની સાથે જ મન પણ વિકારી બની જશે અને વિકલ્પનાં જાળાં ગૂંથવા માંડશે! માટે ધ્યાન વખતે દૃષ્ટિ નાસિકાના અગ્રભાગ પર સ્થિર રાખો અથવા નવપદના ચિત્ર પર દૃષ્ટિ કેન્દ્રિત કરો. દૃષ્ટિને આડીઅવળી લઈ ન જાઓ.... રૂપ સાથે દૃષ્ટિનો સંબંધ ન જ થવા દો. એવી જ રીતે સુગંધ અને દુર્ગધ. તમે ધ્યાન માટે બેઠા, આજુબાજુના બગીચામાંથી પુષ્પોની સુવાસ આવવા લાગી અથવા ધૂપની સુગંધ આવવા માંડી, એ વખતે ધ્રાણેન્દ્રિયનો એ સુગંધ સાથે સંપર્ક ન થવો જોઈએ. એ રીતે જ માનો કે કોઈ દુર્ગધ આવી. તો પણ ધ્રાણેન્દ્રિય એમાં જોડાવી ન જોઈએ. એ ખ્યાલ જ ન આવે કે અહીં સુગંધ છે કે દુર્ગધ છે! રસ અને સ્પર્શનો ધ્યાન-સમયે પ્રશ્ન જ નથી. અર્થાત્ ધ્યાન સમયે કોઈ ખાટા-મીઠા રસનો આસ્વાદ કરવાનો હોતો જ નથી. એવી રીતે સુંવાળા કે ખરબચડા સ્પર્શનો પણ એ વખતે સંબંધ નથી. હા, મન એ વિષયોમાં જવું ન જોઈએ! ખાવાના-રસાસ્વાદના વિચારો કે ભોગસુખના વિચારો ન આવવા જોઈએ. તનની સ્વસ્થતા અને નિર્મળતા માટે આ રીતે પાંચેય ઇન્દ્રિયોને એના વિષયોથી નિર્લેપ રાખવી પડે. જે રીતે ધ્યાન સમયે નિર્લેપ રાખવાની તેવી રીતે ધ્યાન સિવાયના સમયે પણ વિષયોથી ઇન્દ્રિયોને જેમ બને તેમ વધુ અલિપ્ત રાખવાનો પ્રયત્ન કરવાનો. આસન અને મુદ્રા : બીજી દષ્ટિએ પણ શરીરની સ્વસ્થતા-તંદુરસ્તી આવશ્યક છે. ધ્યાન ધરવા માટે “આસન'ની સ્થિરતા જોઈએ! એટલે કે સુખાસન અથવા પદ્માસન રહેવું જોઈએ. જરાય હલવાનું નહીં કે ઊંચાનીચા થવાનું નહીં! આ ક્યારે બને? શરીર રોગી, અશક્ત અને કમજોર હોય તો નિશ્ચલતાથી બેસી નહીં શકો. માટે ભોગસુખો ભોગવી ભોગવીને શરીર અશક્ત ન કરી દો. ધ્યાન માટે આસનસિદ્ધિ હોવી જ જોઈએ. શરીરની ચંચળતા મનની ચંચળતા પેદા કરે છે. મનની સ્થિરતા માટે શરીરની સ્થિરતા કેળવવી જ પડે. શું જાપ-ધ્યાન કરો છો ને? શું શરીર સ્થિર રહે છે? ઘડીકમાં ટટાર તો For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૭૭ ઘડીકમાં ઘરડા ડોસાની જેમ વળી જાઓ! ખરું ને? કેમ આમ? શરીરની દુર્બલતા! જે તે ખાઈને, જે તે પીને, જ્યાં ત્યાં ભટકીને અને વૈષયિક સુખોમાં આળોટીને શરીર કમજોર... વીર્યહીન કરી દીધું! આવા શરીરથી ધ્યાન ન ધરી શકાય. આસનના લક્ષ સાથે “મુદ્રાનું પણ લક્ષ જોઈએ. “મુદ્રામાં મસ્તક, દષ્ટિ અને હાથ કેવી રીતે રાખવા ધ્યાન ધરતી વખતે, એ વિચારવાનું છે. હાથમાં માળા કેમ પકડવાની તે આવડે છે? ગમે તેમ? ચાર આંગળી પર માળા રાખવાની અને અંગૂઠાથી માળાના મણકા ફેરવવાના. જમણા હાથમાં માળા રહેવી જોઈએ. બીજી પદ્ધતિ પણ છે-અંગૂઠા પર માળા રાખવાની અને તર્જની આંગળીથી મણકા ફેરવવાના. ડાબો હાથ ઢીંચણ પર રહેવો જોઈએ. માળા વગર જાપ કરવું હોય તો પણ કરી શકાય. ઊભા ઊભા જાપ કરી શકાય અને બેઠા બેઠા પણ જાપ કરી શકાય. ઊભા ઊભા ધ્યાન ધરવું હોય તો બરાબર બે પગ સીધા રાખો, વાંકાચૂકા નહીં, બે પગના આગળના ભાગ વચ્ચે ચાર આંગળનું અંતર રાખવું, પાછળ ચાર આંગળ કરતાં ઓછું અંતર રાખવું. ઘૂંટણ સુધી બન્ને હાથ ઢીલા લટકતા રાખવા, દૃષ્ટિ-નજર નાકના ટેરવા પર રાખવી. એકદમ ટટ્ટાર ઊભા રહેવાનું. આગળ પાછળ વળી પણ જવાનું નહિ, પાછળ પણ ઝૂકવાનું નહીં. કાઉસ્સગ્ન કરો છો ને પ્રતિક્રમણમાં? એક પગ ટટ્ટાર અને બીજો ઢીલો! એક પગ આગળ અને બીજો પાછળ! કોઈનું માથું નીચું તો કોઈનું આકાશ તરફ! છે ઢંગધડા? ધ્યાન ધરવાની વાત તો પછી. ધ્યાન માટે ઊભા રહેતાં તો શીખો. આસન અને મુદ્રાનું જ્ઞાન જોઈએ જ. આ તો થઈ આસન અને મુદ્રાની વાત. હવે મનથી તમારે શું કરવાનું છે, તે સમજો. હૃદયને કમળ બનાવો. સરસ ખીલેલું કમળ! આઠ પાંખડીઓવાળું! વચમાં કર્ણિકામાં અરિહંતની સ્થાપના કરો. આઠ પાંખડીઓ પર બીજાં આઠ પદોની સ્થાપના કરો, પછી જે પદનું ધ્યાન ધરવું હોય તે પદ પર દૃષ્ટિ સ્થિર કરો. આસન, મુદ્રા વ્યવસ્થિત હોય, તન અને મન સ્વસ્થ હોય, તો સુંદર ખીલેલા કમળની કલ્પના કરી શકાશે. મન ઉપર વાસના અને વિકલ્પના ભાર હશે તો સુંદર કલ્પના થઈ શકશે નહિ, ઉત્તમમાં ઉત્તમ કલ્પના કરનારું મન ઉત્તમ જોઈએ! મનને કમળ પર એકાગ્ર કરવું. પછી જે પદનું ધ્યાન ધરવાનું હોય તે પદ પર દૃષ્ટિ એકાગ્ર કરવી. For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ સાધુના ૨૭ ગુણ : આજે સાધુ પદનું ધ્યાન ધરવાનું છે ને? જેનું ધ્યાન ધરવું હોય, એની કલ્પના સ્પષ્ટ હોવી જોઈએ. સાધુનું કલ્પનાચિત્ર સાધુના ૨૭ ગુણોથી બનાવવાનું! જાણો છો સાધુના સત્યાવીસ ગુણ? હૃદયકમલ મેં ધ્યાન ધરત ૫ (પાંચ) મહાવ્રતનું પાલન કરે, ૬ (છ) કાયાના જીવોની રક્ષા કરે. ૫ (પાંચ) ઇન્દ્રિયોનો નિગ્રહ કરે. રાત્રિ-ભોજનનો ત્યાગ કરે, લોભ રાખે નહીં, ક્ષમાને ધારણ કરે. ચિત્ત નિર્મલ રાખે. વિશુદ્ધ રીતે વસ્ત્રની પ્રતિલેખના કરે. સંયમ યોગોમાં પ્રવૃત્ત રહે. મન-વચન-કાયાના અશુભ યોગોનો ત્યાગ કરે, બાવીસ પરિષહોને સહન કરે.... અને મરણ-આદિ ઉપસર્ગ સહન કરે. સાધુ જીવનની આરાધનાનું આ વિશાળ ક્ષેત્ર છે. આ વ્યાપક આરાધના દ્વારા સાધુ ભગવંતો પોતાના આત્માને નિર્મળ બનાવતાં રહે. ૧૭ પ્રકારનો સંયમ : જે સત્તર પ્રકારના સંયમની સાધના કરે તે સાધુ! પાંચ આશ્રવોથી વિરામ. પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ. ચાર કષાયો પર વિજય, અને મન-વચન-કાયાના દંડથી વિરતિ, શ્રમણ જીવનની સાધનાનું આ ક્ષેત્ર છે. સાધુ એવું ઉગ્ર તપ કરે કે તેમના શરીરનો રંગ બદલાઈ જાય! અંદરના કર્મોનો કાળો રંગ જાણે બહાર આવ્યો ન હોય! તેથી શરીરનો રંગ કાળો બની.ગયો! એટલું તપ-ત્યાગ કરે કે શરીર કાળું પડી જાય! માટે સાધુનો વર્ણ કાળો બતાવવામાં આવ્યો છે! ઉત્તમ સાધક : ધન્ના અણગાર : ધન્ના અણગારે કેવું ઘોર તપ કર્યું? છઠ્ઠ તપના પારણે આયંબિલ. આમ આઠ મહિના સુધી તપની સાધના કરી અને છેલ્લે એક મહિનાનું અનશન કર્યું! ‘અનુત્તરોપપાતિક’ સૂત્રમાં તેમનું વર્ણન શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ કરેલું છે. For Private And Personal Use Only પૂર્વે તેઓ કાકંદી નગરીના સાર્થવાહપુત્ર હતા. અખૂટ વૈભવ વિલાસ હતાં. ૩૨ ક્રોડ સોનૈયાના માલિક હતા. ૩૨ કન્યાઓ સાથે લગ્ન કર્યાં હતાં. વૈભવ વિલાસમાં મગ્ન હતા. તે નગરીમાં ભગવાન મહાવીર પધાર્યા. તેમણે ઉપદેશ આપ્યો. તેમની અસરથી ધન્યકુમાર ‘ધન્ના અણગાર' બન્યા, વૈભારિંગરિ પર સાધના કરતા હતા. આઠ મહિનામાં તેમનું શરીર કેવું થયું, તેનું વર્ણન ભગવાને શ્રેણિક સામે કરેલું; તે વર્ણન સાંભળીને શ્રેણિકને ભાવના થઈ કે Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૭૯ અહીંથી તે મહામુનિનાં દર્શન-વંદન માટે વૈભારગિરિ જઈશ, પછી મહેલે જઈશ.” જ્યારે વૈભારગિરિ પરથી ધન્ના અણગાર ઊતરતા, ત્યારે તેમના શરીરનાં હાડકાં ખખડતાં હતાં! શ્રેણિકે ભગવાનને પૂછયું : “આપના ચૌદ હજાર શિપ્યોમાં નિરંતર ચઢતા વિશુદ્ધ અધ્યવસાયવાળા શ્રેષ્ઠ શિષ્ય કોણ છે? ભગવાને કહ્યું “શ્રેણિક, સાંભળ, ચૌદ હજાર સાધુઓમાં નિરંતર ચઢતા અધ્યવસાયવાળા એક મુનિ છે.' શ્રેણિકે પૂછ્યું : “કોણ ભગવંત?' ભગવાને કહ્યું : “ધન્નો અણગાર! ચારિત્રની વિશુદ્ધિમાં આગળ અને આગળ વધી રહેલા છે.” તે ધન્ના અણગાર છઠ્ઠના પારણે આયંબિલ કરતા હતા! આયંબિલ કેવું? અત્યારના તમારા આયંબિલખાતાના આયંબિલ જેવું નહીં! તે મુનિરાજના આહાર પર તો માખી પણ બેસવાનું પસંદ નહોતી કરતી તેવો આહાર લેતા! ખીચડી દાઝી ગઈ હોય, નીચે કોલસો બની ગઈ હોય. રોટલી દાઝી ગઈ હોય.... ધુમાડો લાગ્યો હોય, બે-ચાર દિવસની સુક્કી જેવી કડક હોય, વાંકીચૂકી બની ગઈ હોય... “આ રોટલી છે,' તે ઓળખાય પણ નહીં, લાકડા જેવી થઈ ગઈ હોય.... તેવી નીરસ ગોચરી વહોરતા આવા એ ધન્ના અણગાર હતા! મહામુનિનું ધ્યાન કરો : સાધુપદના ધ્યાન માટે તમારી કલ્પનામાં આ મહામુનિને લાવો. વૈભારગિરિ પર ધ્યાનસ્થ દશામાં એ મહામુનિ ઊભા છે. ઘોર તપશ્ચર્યાથી શરીર કૃશ થઈ ગયું છે. બીજી બાજુ રાજગૃહીમાં, સમવસરણમાં શ્રમણ ભગવાન મહાવીર, મગધ સમ્રાટ શ્રેણિક સામે મહામુનિની પ્રશંસા કરે છે.... કલ્પનાથી આ દૃશ્ય જુઓ. જોઈને એકાગ્ર બનો. મહાવીર ભગવાન સમવસરણમાં બેઠા છે! શ્રેણિકના પ્રશ્નનો જવાબ છે. ધ્યાનમાં, ધન્ના અણગાર સાધનામાં મગ્ન બનેલા દેખાય, હાડકાના માળા જેવા દેખાય! સમ્રાટ શ્રેણિક ત્યાં ગયા. વૈભારગિરિ પર મુનિને શોધે છે... ધન્ના અણગાર વૃક્ષોની ઘટા વચ્ચે ઊભા છે.... બાવળના રંગ જેવો તેમના શરીરનો રંગ થઈ ગયો છે.... શ્રેણિક પહેલાં તો ઓળખી શકતા નથી. તેમને તો મુનિનું શરીર વૃક્ષ જેવું લાગે છે... જ્યારે મુનિનાં દર્શન થયાં ત્યારે તેમને “આ તે ઝાડ કે For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮0 હૃદયકમલ મેં ધ્યાન ધરત હું શરીર?” ખરેખર! ભગવાને જેવું વર્ણન કર્યું તેવું જ શરીર છે...' ભાવપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દીધી. શ્રેણિકે ખૂબ ખૂબ તિ-અનુમોદના કરી. શ્રેણિકને સાધુ-સાધ્વી પર ખૂબ ભક્તિ-રાગ હતો. કેમ? જાણો છો? એને ભગવાન મહાવીર પર ખૂબ રાગ હતા! ભગવાન પર રાગ હતો, માટે ભગવાનના શાસનના સાધુ-સાધ્વી પર પણ રાગ હતો! શ્રાવક-શ્રાવિકા પર પણ સ્નેહવાત્સલ્ય હતું. શું તમને જિનેશ્વર ભગવાન પર રાગ છે ખરો? જો હોય તો ભગવાનના ચતુર્વિધ સંઘ પર પણ અવિહડ રાગ હોવો જોઈએ! છે અરે! તમારી તો વાત જ કરવા જેવી નથી! આચાર્ય પર રાગ, પણ આચાર્યના શિષ્યો પર વિરાગ ને? એ તમારો રાગ જ નથી. યા તો સ્વાર્થ છે, યા તો ઢોંગ છે! યા તો વ્યક્તિરાગ છે! મારા પ્રભુના શાસનના સાધુ! મારા પ્રભુના શાસનની સાધ્વી! મારા પ્રભુના શાસનનાં શ્રાવક-શ્રાવિકા!” એમ ઉમળકો આવે છે? સાધના-મગ્ન સાધુનું ધ્યાન ધરો. કાયોત્સર્ગમાં મગ્ન સાધુનું ધ્યાન ધરો. સ્વાધ્યાયમાં લીન સાધુનું ધ્યાન ધર. સાધુની શુશ્રુષામાં લીન સાધુનું ધ્યાન ઘરો, એમ ભિન્ન ભિન્ન આરાધનાઓમાં લીન સાધક-સાધુ પુરુષનું ધ્યાન ધરવું જોઈએ. એક સાધુ ૪ર દોષ ટાળીને ગોચરી લાવે તે પણ આરાધના છે. એક સાધુ બીજા સાધુની આરાધનામાં સહાયક બને એ પણ આરાધના છે. સાધુ પુરૂષનું ધ્યાન આ રીતે ધરવાનું. હું ક્યાં સાધુપુરુષનું વિશેષ રૂપે ધ્યાન ધરું, એમ પૂછો છો? સિંહ અણગાર : હું ધ્યાન ધરું છું સિંહ અણગારનું કોઈ વખત ધન્ના અણગારનું. સિંહ અણગાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય હતા. સિંહ અણગાર જંગલમાં જઈને ધ્યાન ધરતા હતા. મોટે ભાગે તપશ્ચર્યા કરતા. પારણાના દિવસે જ ગામમાં આવવાનું! સિંહ અણગાર ખરેખર સિંહ જેવા જ સત્વશીલ હતા. આ સાધનાની પૂર્વે ભગવાનના ચરણે રહીને ૧૧ અંગનું જ્ઞાન મેળવ્યું હતું. પરમાત્માની પરમકૃપાને પાત્ર બનેલા હતા. જ્ઞાન વગર સાધના ન થાય. ભગવત્કૃપા વિના સાધના ન થાય. જંગલમાં રહેતા હતા, છતાં કોઈ ચંચળતા નહીં! એક વખત એવું બન્યું કે જ્યારે તેઓ ધ્યાન ધરતા હતા, ત્યારે બે-ચાર વટેમાર્ગ ત્યાંથી પસાર થયા. ગંભીર વાતો કરતા જતા હતા. વટેમાર્ગુઓ For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧ બેચેન હતા. એ બોલતા હતા : ‘આ ગોશાળે શું કર્યું? તેણે તેજોલેશ્યા ભગવાન પર છોડી.... તેજોલેશ્યા ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દઈને ગોશાળાના જ શરીરમાં પ્રવેશી ગઈ.... પણ તેજોલેશ્યાના તાપથી ભગવાનનું શરીર કાળું પડી ગયું.... લેશ્યાની ગરમીથી લોહીના ઝાડા થવા લાગ્યા.... જુઓ, ત્રણ ભુવનના આધાર, જેમના પ્રભાવથી બીજા જીવોના ઉપદ્રવ શાંત થઈ જાય.... એવા પ્રભુને અશાતાનો ઉદય ?' આ શબ્દો સિંહ અણગારના કાને પડ્યાં.... ધ્યાન પૂર્ણ થયા બાદ તે દોડ્યા પેલા વટેમાર્ગુ પાસે, અને પૂછ્યું : ‘શું થયું? ફરીથી કહો....' મુસાફરે કહ્યું : ‘આપ તો જંગલમાં રહો એટલે શું ખબર પડે કે ભગવાન પર કેવો ઉપસર્ગ થયો? અરે, શરીરની ચામડી કાળી થઈ ગઈ, લોહીના ઝાડા થાય છે....’ આટલું બોલતાં વટેમાર્ગુની આંખમાં આંસુ ઊભરાયાં.... આંખો છલકાઈ ગઈ.... ત્યાં બેસી પડ્યા અને રડવા લાગ્યા. ‘મારા પ્રભુને આટલું બધું કષ્ટ?' આમ બોલીને સિંહ અણગાર જંગલમાં ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. આ બાજુ ભગવાને ગૌતમને બોલાવ્યા અને કહ્યું: ‘હું ગૌતમ, બે સાધુઓને જંગલમાં મોકલો, સિંહ અણગાર રડી રહ્યા છે, તેમને અહીં લઈ આવે.’ બે સાધુઓ જંગલમાં પહોંચ્યા, સિંહ અણગાર ચોધાર આંસુએ રડી રહ્યા હતા; સાધુઓએ તેમને ભગવાનનો સંદેશો આપ્યો. સિંહ અણગાર ભગવાન પાસે આવ્યા. ભગવાનના શ્યામ પડી ગયેલા શરીરને જોઈ રડી પડ્યા. તેમનું હૃદય ભરાઈ આવ્યું, આંખો રડી રડીને સૂજી ગઈ હતી. ભગવાને કહ્યું : ‘આ કષ્ટ શરીરને છે, આત્માને નથી. ‘શરીર પરનું કષ્ટ વીતરાગના આત્મા ૫૨ અસર ક૨ી શકતું નથી. વીતરાગને રાગ ન હોય કે દ્વેષ ન હોય, તે તો રાગદ્વેષરહિત હોય.’ છતાંય સિંહ અણગારના મનની શાંતિ માટે કહ્યું : ‘રેવતી શ્રાવિકાને ત્યાં જાઓ, તેણે કોળાપાક બનાવ્યો છે, તે વહોરીને લઈ આવો. પણ એના પોતાના માટે જે બનાવેલો કોળાપાક છે, તે લાવજો.’ સિંહ અણગારનું મન પ્રસન્ન થયું. તેમણે પૂછ્યું : ‘તો પ્રભુ આ કષ્ટ દૂર થશે? લોહીના ઝાડા બંધ થશે? ભગવાને કહ્યું : ‘હા, મારા માટે તે ઔષધ છે.’ For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૨ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું સિંહ અણગારને એટલો આનંદ થયો કે તુર્ત ત્યાંથી પાત્ર લઈને રવાના થયા! કેવી ત્વરાથી અને ઊલટથી ચાલ્યા હશે? પહોંચ્યા રેવતી શ્રાવિકાને ઘેર! રેવતી તો ઉંબરમાં ઊભી હતી. તેણે સિંહ અણગાર વિશે સાંભળ્યું હતું, તેણે જ્યાં ખુદ સિંહ અણગારને પોતાને દ્વારે જોયા, તે બોલી ઊઠી : “પ્રભુ આપ! મારા પર કૃપા કરી! મારા ધન્ય ભાગ્ય!' તેને તો થયું કે મારે ત્યાં કલ્પવૃક્ષ, કામધેનું પ્રગટ થયાં! સિંહ અણગાર બોલ્યા : “રેવતી, કોળાપાકનો ખપ છે. પરંતુ જે તેં તારા માટે બનાવેલો છે, તેનો ખપ છે.' રેવતીએ બે પ્રકારનો કોળાપાક બનાવ્યો હતો. એક ભક્તિ માટે અને બીજો પોતાને માટે. તેને થયું : “મહારાજને કેવી રીતે ખબર પડી ગઈ?” “ભગવાન, આપને કેવી રીતે ખબર પડી?” સિંહ અણગારે કહ્યું : 'ત્રિકાળ જ્ઞાની, ત્રણ ભુવનના નાથને શું અજાયું છે? તેમની આજ્ઞાથી હું આવ્યો છું.’ રેવતી : “પ્રભુએ આપને મોકલ્યા છે?” સિંહ અણગારે કહ્યું : “હા, પ્રભુએ તારે ત્યાં મને મોકલ્યો છે.' બસ, આ સાંભળીને રેવતી આનંદમાં એવી તો ગરકાવ થઈ ગઈ, કે તે આનંદ શબ્દોમાં વ્યક્ત થઈ ન શકે! તેની આંખમાં હર્ષનાં આંસુ ઊભરાયાં, કોળાપાક વહોરાવ્યો. જેવો વહોરાવ્યો, તેવા જ સિંહ અણગાર ત્યાંથી રવાના થયા. ભગવાનની પાસે પહોંચ્યા અને કાળાપાક પ્રભુને વપરાવ્યો. કોળાપાક વપરાવતી વખતે સિંહ અણગારના દિલમાં કેવી સંવેદના થઈ હશે? સિંહ અણગારને પ્રભુ પ્રત્યે અસીમ બહુમાન હતું. અપાર ભક્તિ હતી. સિંહ અણગારનું હૃદય ગદ્ગદ્ થઈ ગયું! તીર્થકર ગોચરી કરે તે બીજા જોઈ ન શકે. તીર્થકરના આહાર-નિહાર ચર્મચક્ષુવાળા જીવો ન જોઈ શકે. કોળાપાકના પ્રયોગથી શરીર નીરોગી બન્યું. લોહીના ઝાડા બંધ થયા. જેમ જેમ શરીર સ્વસ્થ બનતું ગયું, તેમ તેમ સિંહ અણગાર પ્રસન્ન થતા ગયા. આવા સિહ અણગારનું ધ્યાન ધરો! સિંહ અણગારની સાધના-વટેમાર્ગુઓની વાતચીત-મુનિનું સાંભળવું... રુદન સાધુઓનું આગમન ભગવાન પાસે ભગવાને બતાવેલા ઉપાય-રેવતીના ઘરે જવું-રેવતીનો આનંદ-કોળાપાક વહોરવો. ભગવાન પાસે આવવું.... ભગવાનને વપરાવવાનો આનંદ.. નીરોગી બનતું શરીર..... For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ર કેવા સાધુ! પ્રભુ પ્રત્યે કેવી અપાર ભક્તિ! કેટલો સ્નેહ! આ બધું ક્યારે થાય? હૃદયમાંથી સંસારનો પ્રેમ દૂર થયો હોય, હૃદયમાં પરમાત્મા સિવાય કોઈનું સ્થાન ન હોય ત્યારે! હૃદયમાં એવાં ખાનાં નથી કે એક ખાનામાં સ્ત્રી રાખો અને બીજા ખાનામાં ગુરુ! એક ખાનામાં મીઠાઈનો થાળ અને બીજા ખાનામાં ભગવાન! આવું ન બની શકે. હૃદય સંપૂર્ણ મંદિર બને, તે હૃદયરૂપી મંદિરમાં સિદ્ધચક્રની સ્થાપના કરો, પછી સાધુ પદનું ધ્યાન ધરો, પછી જુઓ પ્રભાવ! હૃદયમાં કોણ? પણ આપણા રંગઢંગ ન્યારા છે! હૃદયને ‘રિઝર્વ' રાખ્યું છે! તેમાં કોને બેસાડવા છે? કોનું ઉત્થાપન ક૨વું છે? કામ-ક્રોધાદિને અનાદિ કાળથી બેસાડ્યા છે ને? હવે કોને બેસાડવા છે? અનાદિકાળથી બેસાડ્યા છે, તેમનું ઉત્થાપન કરવું છે? શું તે માટે મુહૂર્ત જોઈએ છે? તો આજે સારુંમુહૂર્ત છે! હૃદયમાં સિદ્ધચક્ર હોય, ઘરમાં ભલે બીજું બધું હોય! શ્રીપાળના હૃદયમાં સિદ્ધચક્રજી હતા, ને ઘરમાં મયણા હતી! મયણાના હૃદયમાં સિદ્ધચક્રજી હતા ને ઘરમાં શ્રીપાલ હતા! શ્રીપાલ અને ધવલ શેઠ : શ્રીપાલ ધવલ શેઠના હાથમાં પડ્યા. ધવલ શેઠ સાથે મુસાફરી કરી, ધવલ શેઠ પ્રત્યે શ્રીપાલનો દૃષ્ટિકોણ કેવો હતો? શ્રીપાલનો દૃષ્ટિકોણ નિર્મલ હતો. ‘મારા ઉપકારી ધવલ શેઠ! મને જહાજમાં લીધો; સાથે બેસાડ્યો, પરદેશ લાવ્યા.’ પણ ધવલ શેઠની બુદ્ધિ બગડી અને શ્રીપાલને અન્યાય કર્યો. કષ્ટ દીધું, સમુદ્રમાં ધક્કો પણ માર્યો! છતાં શ્રીપાલે ધવલ શેઠ પ્રત્યે જરાય અયોગ્ય વર્તાવ ન કર્યો. પરદેશમાં શ્રીપાલે અન્ય રાજકન્યાઓ સાથે લગ્ન કર્યાં. શ્રીપાલની પત્નીઓ તરફ ધવલની કુષ્ટિ થઈ. જ્યાં સુધી શ્રીપાલ છે, ત્યાં સુધી એનું ધન અને એની સ્ત્રીઓ નહિ મળે,' માટે શ્રીપાલનું કાસળ કાઢવા શ્રીપાલને સમુદ્રમાં ધક્કો માર્યો. પણ તે વખતે શ્રીપાલના હૃદયમાં સિદ્ધચક્ર સિવાય કોઈ ન હતું! સંકટ સમયે તે જ યાદ આવે છે કે જેને હૃદયમાં બેસાડેલ હોય! માનો કે ઘરમાં આગ લાગી, તમે બીજે કે ત્રીજે માળે છો, બહાર નીકળવું For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હૃદયકમલ મેં ધ્યાન ધરત હું છે. તો કોને યાદ કરશો? તે સમયે જે પ્રિય હશે તેને બોલાવશોને? દીકરો પ્રિય હશે તો દીકરાને બોલાવશો! અને સ્ત્રી પ્રિય હશે તો સ્ત્રીને બોલાવશો! નીચેના માળ પર હોય તો એને લીધા વિના બહાર નીકળો ખરા? એ સમયે એ યાદ આવશે જેને હૃદયમાં બેસાડેલ હશે! શ્રીપાલને ધવલ શેઠે સમુદ્રમાં ધક્કો માર્યો, ત્યારે શ્રીપાલને મયણા યાદ ન આવી! બીજી કોઈ સ્ત્રી યાદ ન આવી... યાદ આવ્યા સિદ્ધચક્રજી! સમુદ્રમાં પડતાં જ સિદ્ધચક્રજીનું સ્મરણ થઈ આવ્યું! આપોઆપ! જે હૃદયમાં બિરાજમાન હોય તેનું સ્મરણ કરવું પડે ખરું? યાદ કરવા પડે તો સમજવું કે હૃદયમાં સ્થાપના થઈ નથી! સહજ રૂપે યાદ આવી જાય તો સમજવું કે હૃદયમાં સ્થાપના થઈ ગયેલી છે. શ્રીપાલને સિદ્ધચક્રજીનું સ્મરણ સહજ રીતે થઈ ગયું. સિદ્ધચક્રજીના દિવ્ય પ્રભાવથી શ્રીપાલનું રક્ષણ થયું. શ્રીપાલને ધવલ શેઠે સમુદ્રમાં ધક્કો માર્યો, તો તે પડ્યા ક્યાં? સમુદ્રમાં ને? પરંતુ પડ્યા મગરમચ્છની પીઠ પર! છેલ્લે છેલ્લે શ્રીપાલને મારવા માટે ધવલ શેઠ ખુલ્લી તલવાર સાથે સીડી પર ચઢતો હતો ને? જે તલવારથી ધવલશેઠ શ્રીપાલના ટુકડા કરવાનો હતો, તે જ તલવાર ધવલશેઠના શરીરમાં ઘૂસી ગઈ હતી ને? સમુદ્રમાં શ્રીપાલ બચી ગયા, કિનારે શ્રીપાલને ધવલ શેઠ મળ્યા. તો શ્રીપાલે શું કહ્યું? શું કર્યું? શું શ્રીપાલે ધવલશેઠની કાનપટ્ટી પકડી હતી? “ઠીક હાથમાં આવ્યો છે, હવે તને મજા ચખાડું.....' શું આમ કહેલું? શ્રીપાલનું ભવ્ય વ્યક્તિત્વ: માનો કે તમને કોઈએ ધક્કો માર્યો હોય, પરંતુ તમે બચી ગયા, પછી ધક્કો મારનાર તમને મળી જાય, તો તમે શું કરો? તેને તમે છોડો ખરા? સભા : હવે તો છોડીએ! , મહારાજશ્રી : કેમ? શ્રીપાલનો પરિચય થયો માટે! “શત્રુ પ્રતિ પણ શત્રુતા નહીં.” “અહિત કરનારનું પણ અહિત કરવાનું નહીં! શ્રીપાલના આ ભવ્ય વ્યક્તિત્વને ઓળખવાની જરૂર છે. આવા ઉચ્ચતમ્ વ્યક્તિત્વવાળા શ્રીપાલને માનસમિત્ર બનાવો. એમાંથી ભવ્ય પ્રેરણાઓ પ્રાપ્ત થશે. જીવન જીવવાની દૃષ્ટિ પ્રાપ્ત થશે. અહિત કરનારનું અહિત નહીં કરવાનું એટલું જ નહીં, શ્રીપાલ તો એથીય આગળ વધ્યા હતા! અહિત કરનારનું પણ હિત કર્યું! ધવલ શેઠ મુશ્કેલીમાં હતો, શ્રીપાલે તેને છોડાવ્યો. સિદ્ધચક્રના આરાધક શ્રીપાલમાં મૌલિક યોગ્યતા કેવી હતી? For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન શત્રુનું પણ અહિત ન કરવું, શત્રુ સંકટમાં હોય, અને તેને બચાવી શકાય એમ હોય તો બચાવવો. શત્રુને શત્રુ ન સમજવો.” બીજી વાત : શ્રીપાલ, એક વખતના ઉપકારીના ઉપકારને કેવો યાદ રાખે છે! એ ઉપકારી જ્યારે શત્રુ બની ગયો છે, શત્રુતાપૂર્ણ વ્યવહાર કરે છે, ત્યારે પણ શ્રીપાલ એના અપરાધો જોતા નથી! ઉપરથી “આ ઉપકારી છે' એ યાદ રાખી એના પ્રત્યે મિત્રતાભર્યું જ વર્તન રાખે છે! તમે ઉપકારીને હમેશાં ઉપકારી સમજોને? કદાચ તે અપકાર કરે તો? એના અપકાર યાદ ન રાખતાં ઉપકાર જ યાદ રાખો ને? ઉપકારી કોણ? ૧. દુઃખ દૂર કરે તે ઉપકારી. ૨. સુખ આપે તે ઉપકારી. એક વાર એક માણસે ઉપકાર કર્યો, પછી પ્રસંગવશ એણે તમારો અપકાર કર્યો.... તો એમાં શું યાદ રાખશો? ઉપકાર કે અપકાર? યાદ શું આવે? : મા પુત્ર-પુત્રી પર ઉપકાર કરે છે ને? પછી દીક મોટો થાય, લગ્ન કરે, વહુ ઘરમાં આવે.... પછી તમારી મા અને તમારી પત્ની વચ્ચે મેળ ન જામ્યો, માએ બે શબ્દો તમને સંભળાવ્યા : “તું પત્નીઘેલો છે; પત્નીને જુએ છે, તેનું સાંભળે છે!” માએ કડવા શબ્દો સંભળાવ્યા. હવે માનો ઉપકાર યાદ આવે કે માના કડવા શબ્દો જ યાદ આવે? જો માતાનો ઉપકાર યાદ ન રહે તો સિદ્ધચક્રજીની આરાધના કેવી રીતે સફળતા આપે? ધવલ શેઠના ઉપકારનો બદલો શ્રીપાલે કેવી રીતે વાળ્યો હતો, જાણો છો? રાજાના સૈનિકોએ ધવલને પકડીને મુકે ટાટ બાંધી દીધો હતો. શ્રીપાલે એ સૈનિકો સાથે યુદ્ધ કરીને ધવલને છોડાવ્યો હતો. ધવલ શેઠ ભલે શ્રીપાલને પોતાના વહાણમાં બેસાડી એને પરદેશ લઈ ગયા હતા, અને એ રીતે ઉપકારી હતા, પરંતુ એ શ્રીપાલની પત્ની પર કુદષ્ટિ કરે, શ્રીપાલને સમુદ્રમાં ફેંકી દે, આ શું નાનોસૂનો અપરાધ કહેવાય? તે છતાં શ્રીપાલના હૃદયમાં ધવલ પ્રત્યે કોઈ રોષ નહીં... કોઈ દુર્ભાવના નહીં! શ્રીપાલનું હૃદય કેવું હશે? મયણાની જેમ શ્રીપાલનો પણ પરિચય કરવો પડશે! For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૭ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું શ્રીપાલને મયણાસુંદરી પાસેથી જ્ઞાન મળ્યું હતું : શ્રીપાલના હૃદયમાં ન હતી કષાર્યોની મલિનતા કે ન હતી વેરની વાસના. શ્રીપાલને મયણા તરફથી જ્ઞાન મળ્યું હતું ને? સિદ્ધચક્રની આરાધના કર્યા પછી, શ્રીપાલ અને મયણાસુંદરી વચ્ચે તત્ત્વ-ચર્ચા થતી હતી! મયણા જાણતી હતી કે શ્રીપાલ પરદેશ જશે તો તેની પાસે શ્રદ્ધા, જ્ઞાન અને સંયમ હોવાં જ જોઈએ. મયણાએ શ્રીપાલને જિનશાસનનું કેવું અનુપમ તત્ત્વામૃત કરાવ્યું હશે, એની કલ્પના તો તમે કરો. આત્મા, કર્મ, પુણ્ય-પાપ, આશ્રવ-સંવર... નિર્જરા બંધ-મોક્ષ.... ઇત્યાદિ તત્ત્વો કેવાં સમજાવ્યાં હશે અને કેવા સ્નેહથી સમજાવ્યાં હશે! શ્રીપાલ પરદેશ ગયા ત્યારે મયણાએ અંતિમ ક્યાં વચનો કહેલાં તે જાણો છો? સભા : ખબર નથી. મહારાજશ્રી : તો સાંભળ્યું શું? સભા : સાહેબ, ભૂલી ગયા.... મહારાજશ્રી : આ વાત ભૂલવા જેવી છે? મયણાએ કહ્યું હતું કે ‘સ્વામીનાથ, આપ પરદેશ જઈ રહ્યા છો. સાથે હું નથી, પણ આપની પાસે એક દિવ્ય તત્ત્વ છે! એ છે સિદ્ધચક્રજી! શ્રી સિદ્ધચક્રજીને ક્યારેય ભૂલશો નહીં. સુખમાં કે દુઃખમાં, બેસતાં ને ઊઠતાં સિદ્ધચક્રજીને કદી ન ભૂલશો.’ અને બીજી વાત શી કહેલી? ‘સ્વામીનાથ, આપ પરદેશ જાઓ છો, પરંતુ આપની આ સેવિકાને ન ભૂલશો!' ત્યારે શ્રીપાલે શો જવાબ આપ્યો હતો? ‘ભદ્રે, હું દુનિયાને હજુ ભૂલી શકું, પરમ ઉપકારી સિદ્ધચક્રજીને નહિ ભૂલું. સિદ્ધચક્રજીની આરાધના જેની સાથે કરી તે તને ભૂલું ખરો? વળી સિદ્ધચક્રજીની આરાધના આપણને જે મહાપુરુષે બતાવી, તે પરમકૃપાળુ ગુરુ ભગવંતને કદાપિ ભુલાય ખરા? ‘હું કોણ હતો? કોઢિયો..... ગામે ગામ રખડતો.... તેં મારો હાથ પકડ્યો.... મને નીરોગી બનાવ્યો... શરીરને નીરોગી બનાવ્યું, આત્માને નિર્મલ બનાવ્યો! For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૮૭ હે પ્રિયે! તને યાવજીવ ભૂલી શકું તેમ નથી, ભલે હું પરદેશ જાઉં છું, પરંતુ મારું મન તારી પાસે જ રહેશે.” પત્ની પતિ માટે શુભ કામના કરે! જ્યાં સુધી શ્રીપાલ પરદેશ રહ્યા, ત્યાં સુધી મયણા હંમેશાં પોતાના પતિની શુભકામના કરતી હતી. શ્રીપાલ જ્યાં હોય ત્યાં સુખી રહે, એવી શુભભાવના ભાવતી હતી. તમે પણ બહારગામ તો જતા હશો ને? પાછા આવીને શ્રીમતીજીને ક્યારેક પૂછ્યું હતું કે “આજકાલ અકસ્માત બહુ થાય છે. હું જ્યાં હોઉં ત્યાં કુશળ રહું.” એવી શુભકામના કરો છો કે કેમ? પૂછો તો ખરા! શ્રાવિકા હોય તો જરૂર શુભકામના કરે. મયણાનું હૃદય કેવું નિર્મળ હતું! શ્રીપાલ તરફ અવિશ્વાસ નહિ, આશંકા નહિ! સિદ્ધચક્રજીના આરાધક શ્રદ્ધાવાન હોય, નિશ્ચિત અને નિઃશંક હોય. શ્રી સિદ્ધચક્રજીના આરાધક શ્રીપાલની આ મહાન સિદ્ધિ હતી, કે તેમણે ધવલ શેઠનું ક્યારેય અશુભ ન ઇછ્યું. ધવલ શેઠે શ્રીપાલને ખતમ કરવા પ્રયત્ન કર્યો, શ્રીપાલનું ધન લેવા ધમપછાડા કર્યા અને શ્રીપાલની સ્ત્રી મેળવવા પણ વલખાં માર્યા... આવા દુષ્ટ વૃત્તિવાળા ધવલ શેઠ પ્રત્યે પણ શ્રીપાલે દ્વેષ ન કર્યો, એનું અહિત ન કર્યું.... એનું કારણ હતું શ્રીપાલનું નિરભિમાનીપણું! જો શ્રીપાલમાં અહંકાર-અભિમાન હોત તો તેને ધવલ શેઠ ઉપર દ્વેષ થયા વિના ન રહેત! શું તેના જીવનમાં સુખ-વૈભવ ન હતાં? શું તેણે અનેક કળાઓ મેળવી ન હતી? શું પોતાની વિદ્યાથી રાજાઓને ખુશ કર્યા ન હતા? શું રાજસભામાં પોતાની શક્તિથી વિજય મેળવ્યો ન હતો? શું રાજકન્યાઓ સાથે લગ્ન કર્યા ન હતાં? છતાં શ્રીપાલને ક્યારેય અભિમાન થયું નહીં! એનું કારણ તમે જાણો છો? સિદ્ધચક્રજીની આરાધના કરનાર શ્રીપાલના હૃદયમાં સિદ્ધચક્રજી પ્રતિષ્ઠિત હતા! એનામાં ‘કૃતજ્ઞતા” નામનો શ્રેષ્ઠ ગુણ હતો. કૃતજ્ઞતા ગુણ છે ખરો? ધર્મની આરાધના કરનાર જીવાત્મામાં “કૃતજ્ઞતાનો ગુણ હોવો જ જોઈએ. નાનામાં નાના બાળકના પણ ઉપકારને કૃતજ્ઞ પુરૂષ ભૂલે નહીં. ઉપકાર એક કર્યો હોય અને અપકાર દશ કરે છતાં ધર્માત્મા ઉપકાર જ યાદ રાખે. તે એમ ક્યારેય નહીં કહે કે “કર્યો મોટો ઉપકાર, એક ઉપકાર કર્યો, ને કેટલો હેરાન For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું કર્યો?' ઉપકારીનો ઉપકાર ભૂલી જાય તે વ્યક્તિ ધર્મક્ષેત્રમાં પ્રવેશવા માટે યોગ્ય નથી. ધવલ શેઠે શ્રીપાલને ખૂબ હેરાન કર્યા, પણ શ્રીપાલ તેના ઉપકારને ભૂલ્યા નહીં! આ કૃતજ્ઞતાનો મહાન ગુણ શ્રીપાલના જીવનમાં હતો. આથી તેની મહાનતા વધી અને સિદ્ધચક્રજીની આરાધનાની પણ મહાનતા વધારી. ગુણવાન આત્મા સ્વયંની ઉન્નતિ કરે છે, અને બીજાની પણ ઉન્નતિ કરે છે. ધર્મ કરનારના બે પ્રકાર : ધર્માત્મા બે પ્રકારના હોય છે : (૧) ગુણહીન ધર્માત્મા, (૨) ગુણવાન ધર્માત્મા. (૧) ધર્મની ક્રિયા ઘણી કરે પણ ગુણ ન હોય તો તે ગુણહીન ધર્માત્મા કહેવાય. મંદિરમાં પૂજા કરે અને ઘરમાં જઈ ગાળો બોલે! ઉપાશ્રયમાં સામાયિક કરે અને ઘેર બીજાને ત્રાસ આપે! અહીં આવેપ્રતિક્રમણ-ધર્મક્રિયા કરે અને બજારમાં ગરીબ પર દયા ન બતાવે. “પૈસા દેતો નથી? તારા ઘરનું લિલામ કરાવીશ! ઘર લઈ લે, સ્ત્રી, બાળકોને રસ્તા પર રઝળતા કરી દે પછી કહે : “સાહેબ, શું કરીએ? પૈસાના મામલામાં બધું ય કરવું પડે!” પૈસાના મામલામાં બધું ય કરે તે શ્રાવક નહિ; તે જૈન નહિ, દયાકરુણા વિનાનો શ્રાવક નહીં, જૈન જૈન નહીં. ગુણહીન ધર્માત્મા પોતાની ઉન્નતિ તો નથી કરતો પણ બીજા જીવોને ધર્મથી વિમુખ કરે છે. લોકો આવો ધર્મ કરનારાઓ માટે શું બોલે છે, જાણો છો? “આ ધર્માત્મા? ફલાણાનાં બાળ બચ્ચાંને રખડતાં કર્યા! આવો આનો ધર્મ? જુઓ, ધર્મ કરનારા મોટા જોયા ન હોય તો! નિષ્ફર છે.. ક્રૂર છે.. દિલમાં દયાનો છાંટો નથી.' આમ ધર્મ પ્રત્યે ધૃણા ઉત્પન્ન કરે. તે ગુણહીન-કરૂણાહીન, ક્ષમાહીન, નમ્રતાહીન માણસો ધર્મને લાંછન લગાડે છે. સિદ્ધચક્રજીનો આરાધક ગુણવાન ધર્માત્મા જોઈએ. ગુણહીન સ્વયં આરાધક બનતો નથી, બીજા જીવોને ધર્મસન્મુખ બનાવી શકતો નથી. શ્રીપાલ ગુણવાન ધર્માત્મા હતા. તેમના જીવનચરિત્રમાં તેમણે કેટલાં સામાયિકપ્રતિક્રમણ કર્યા, કેટલી ધર્મક્રિયાઓ કરી તે વાંચવા નથી મળતું, પરંતુ તેઓ સિદ્ધચક્રજીના આરાધક હતા અને ગુણોથી તેમનું જીવન સુવાસિત હતું, તે પ્રસંગે પ્રસંગે જાણવા મળે છે. For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી નવપદ પ્રવચન જેનામાં શક્તિ અને ગુણ બન્ને હોય તેવી વ્યક્તિઓ દુનિયામાં વિરલ હોય છે. જેની પાસે ધન છે, તેઓ સમજે છે કે ‘ધનથી બધું મેળવી શકાય છે!' એટલે ગુણો તરફ દુર્લક્ષ્ય! પણ દુનિયા એટલી બેવકૂફ નથી. પહેલાં તો લોકો બોલતા ન હતા, પણ આજે તો મોઢે કહી દે છે! ગુણ નહીં હોય તો શ્રીમંતોની દુર્દશા થઈ જશે. આજે ધનવાનોના વિદ્વેષી પેદા થયા છે. સામ્યવાદ ધનવાનોનો શત્રુ છે. આજે દેશમાં ૫૦ ટકા લોકો સામ્યવાદી વિચારધારાવાળા થઈ ગયા છે. બંગાળ જુઓ, કેરળ જુઓ, જ્યાં ગરીબી વધુ ત્યાં સામ્યવાદનો પ્રચાર વધારે. ગરીબોના હૃદયમાં ધનવાનો તરફ દ્વેષ પેદા કરવો સરળ છે. જે ધનિકો ગુણહીન છે, તેમના પ્રત્યે દ્વેષ થશે. ગુણવાન ધનવાન પ્રત્યે દ્વેષ નહીં થાય. ગુણોથી જ મનુષ્ય અમર બને છે ઃ Acharya Shri Kailassagarsuri Gyanmandir તમે ગુણવાન હશો, તમારામાં કરૂણા હશે, ગરીબનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરતા હશો તો ગરીબો તમને ગાળો નહીં દે. શ્રીપાલ સાધુ તો ન હતા ને? શ્રાવક હતા ને? આજે શ્રીપાલને શા માટે યાદ કરો છો! તેમના ધનથી? તેમના ચમત્કારથી? ના. તેમના ગુણોથી! ગુણથી જ મનુષ્ય અમર બને છે. ધનવાન શ્રીપાલ ભુલાઈ જશે, ગુણવાન શ્રીપાલ નહીં ભુલાય. મયણા યાદ રહેશે, તેના ગુણોથી! શ્રીપાલ યાદ રહેશે, તેમના ગુણોથી! ગુણોની સુવાસ કાયમ રહી જાય છે, બીજું બધું ભુલાઈ જાય છે. જો તમારી સુવાસ દુનિયા પર મૂકી જવી છે, તો ગુણવાન બનો! ધવલ શેઠે ઉપકાર કર્યો એક અને અપકાર કર્યા અનેક, પણ શ્રીપાલને યાદ રહ્યો ઉપકાર જ! સમજાય છે શ્રીપાલની આ યોગ્યતા? શ્રીપાલના સ્થાને તમે હો તો? શું બોલો? ‘બહુ મોટો ઉપકાર કર્યો.... એક વખત જહાજમાં લઈ ગયો.... એટલે શું થઈ ગયું? જોયો મોટો ઉપકારી!' આમ જ કહોને? કલિયુગના ધર્માત્મા! એક વ્યક્તિ છે. સમેતશિખર જવું છે, આર્થિક સ્થિતિ સારી નથી, કોઈ શેઠની કાર સમેતશિખર જાય છે. તેને સાથે લઈ ગયા. જાત્રા કરાવી પાછા ફરે છે. ત્યાં રસ્તામાં કાંઈક એને વાંકું પડ્યું. તો તેને શો વિચાર આવશે? – ‘એક જાત્રા કરાવી તેથી શું? મને કેટલો હેરાન કર્યો? ઓહો.... બહુ મોટી યાત્રા For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯o હૃદયકમલ મેં ધ્યાન ધરત હું કરાવી....” એક મિનિટમાં ઉપકાર ભૂલી જાય ને? આજે કૃતજ્ઞતા ગુણનો દુકાળ પડી ગયો લાગે છે. નવાણું ઉપકાર કર્યા હોય અને એક અપકાર કર્યો હોય તો નવ્વાણું ઉપકાર ભૂલી જાઓ અને એક અપકાર યાદ રાખો! છતાં તમે ધર્માત્મા કહેવાઓ! કળીયુગના ધર્માત્મા! બરાબર ને! સ્વાર્થોધ મનુષ્ય ક્યારેય કૃતજ્ઞી બની શકતો નથી! પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે ઉપકારીનો ઉપકાર ક્ષણવારમાં ભૂલી જાય! કોઈ પર થોડો ઉપકાર કર્યો, તો તેનાં ગાણાં ગાયા કરો ને? દિવસમાં ત્રણ વાર તો યાદ આવી જાય ને? વહુએ સાસુનાં કપડાં મહિનામાં એક વાર ધોયાં હોય, તો આખો મહિનો યાદ કરાવ્યા કરે ને? દશ વર્ષ પહેલાં કોઈને એક પાન ખવડાવ્યું હશે, તો દસ વર્ષ પછી પણ યાદ દેવડાવશે! પૈસાનાં બે પાન જ્યારે મળતાં હતાં! કહેશે : “યાદ કર, યાદ કર, મેં તને પેલા દિવસે પાન ખવડાવ્યું હતું ને?' ભલે પછી સામાએ તેને પાંચ વખત જમાડ્યો હોય, તે યાદ નહીં કરે! મૌલિક યોગ્યતાનો વિકાસ : આજે મનુષ્યમાંથી મૌલિક યોગ્યતા નષ્ટ થઈ ગઈ છે, માટે ધર્મનો મહેલ હલી ગયો છે. પોલી પોચી ધરતી પર મહેલ ટકે ખરો? મનુષ્યમાંથી મૌલિક ગુણભૂમિકા ચાલી ગઈ, મનુષ્ય ગુણહીન બની ગયો. થોડા ઘણા વળી ધર્મક્રિયા કરે છે, પણ ગુણવાન ન બન્યા! એક વ્યક્તિ ધર્મક્રિયાઓ કરે છે, પણ ગુણવાન નથી. બીજી વ્યક્તિ ધર્મક્રિયાઓ વધુ કરતી નથી, પણ ગુણવાન છે. આ બેમાંથી કોના પ્રત્યે વધુ પ્રેમ થશે? બોલો? સભા ગુણવાન પ્રત્યે! ગુણવાન હોય, શીલવાન હોય, તેના પ્રત્યે સ્વાભાવિક પ્રેમ થાય છે. ભલે ધર્મક્રિયા ઓછી કરતો હોય, પણ જો ગુણવાન છે, ગુણોથી જીવન સુવાસિત છે, તો તે ધર્મપ્રભાવક બનશે અને પોતાના આત્માને ઉજ્જવલ કરશે. શ્રીપાલનું આરાધકજીવન જુઓ, કૌટુંબિક જીવન જુઓ, સામાજિક વ્યવહાર જુઓ, રાજ્ય સાથેના સંબંધ જુઓ. કેવું ઉન્નત જીવન હશે? જ્યાં જ્યાં શ્રીપાલ ગયા, ત્યાં ત્યાં ગુણોની સુવાસ મૂકતા ગયા. એક પણ એવો પ્રસંગ નથી, કે જ્યાં તેમણે દોષની દુર્ગધ પ્રસારી હોય! For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૯૧ સાધુ પદનું ધ્યાન કરવા માટે ધ્યાતામાં મૌલિક યોગ્યતા જોઈએ. સાધના કરે તે સાધુ! નિર્વાણ-સાધક-મોક્ષ સાધક ધર્મ-આરાધના કરે તે સાધુ, સાધુની ભાવના ‘આત્મવત્ સર્વમૂતેષુ' હોય. તેમના હૃદયમાં ઊંચ-નીચનો ભેદ નહિ, રાય-રંકનો ભેદ નહીં. સર્વ જીવોના હિતની કામના હોય અને કલ્યાણની ભાવના હોય. સાધુ કેવા હોય? ૧. સાધુમાં વિષય-સુખોની વિરક્તિ હોય. ૨. સાધુ સ્વયં સાધક બને અને બીજાને આરાધનામાં સહાયક બને. ૩. સાધુ લોકસંજ્ઞા ત્યાગી હોય. ‘દુનિયા શું કહે છે? જમાનો કેવો છે?’ તેની ચિંતા કર્યા વગર, જમાનાને અનુસરવાને બદલે પ્રભુના માર્ગને અનુસરે. ૪. સાધુ દશ પ્રકારના યતિધર્મનું પાલન કરનારા હોય. કોઈ માન આપે કે અપમાન કરે, તેની ચિંતા ન કરે. તેમને મન કંચન અને પથ્થર સમાન હોય. માન, અપમાન બન્નેને સમાન ગણે. ગાળ આપનાર હોય કે સન્માન કરનાર હોય, સાધુને મન બન્ને સમાન...! ૫. સાધુ ગુરુ-આજ્ઞાનું પાલન કરવામાં તત્પર હોય. ગુરુ પ્રત્યે હૃદયમાં બહુમાન ધારણ કરે. ૬. સાધુ જીવનના પ્રાણભૂત સંયમની સાધનામાં લીન હોય. ૭. ભ્રમરની જેમ સાધુ ગોચરી વહોરનારા હોય. ભ્રમરની માફક જુદે જુદે સ્થળેથી ગોચરી લે. ભ્રમર એક એક ફૂલમાંથી થોડો રસ ચૂસે તેમ સાધુ એક એક ઘરથી થોડી થોડી ગોચરી લે. ભમરો જેમ પુષ્પને પીડા ઉપજાવ્યા વિના રસ ચૂસે, તેમ સાધુ ગૃહસ્થોને પીડા ઉપજાવ્યા વિના ગોચરી લે. એક જ ઘરેથી બધું ન વહોરે. ‘ભર દે મૈયા ઝોલી!' આખું તપેલું સાફ ન કરે. ગો ગાય, થોડું થોડું ચરે ને? ગાય અને ગધેડાના ચરવામાં ફરક છે? ગાય ઉપર ઉપરથી ચરે, ગધેડા મૂળમાંથી ઉખેડી નાખે! સાધુ ગાયની માફક-ભ્રમરની માફક થોડું થોડું લે. તમા૨ા ઘરમાં દશ જણા જમનારા હોય તો એક સાધુની ગોચરી વહોરી શકાય. સાધુને ૪૨ દોષ ટાળીને ગોચરી વહોરવાની હોય છે. દા.ત. રસોઈ ચાલુ ચૂલા પર હોય તો ન વહોરે. વહોરાવનારનો હાથ કંપતો હોય તો ન વહોરે. અંધારામાં પડેલું ન વહોરે. સાધુના પ્રવેશ વખતે લાઇટ કરો અથવા આવે પછી બંધ કરો તો પણ સાધુ ગોચરી ન વહોરે. આવા આવા ૪૨ દોષ ટાળીને ગોચરી લે. For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હૃદયકમલ મેં ધ્યાન ધરત હું સાધુ : જંગમ તીર્થ : આજે સાધુ પદની આરાધના કરવાની છે ને? સાધુ એટલે જંગમ તીર્થ તીર્થ બે પ્રકારનાં : જંગમ તીર્થ અને સ્થાવર તીર્થ. સ્થાવર તીર્થ-એક સ્થાન પર સ્થિર હોય છે. જેમ પાલિતાણા. તમારે ત્યાં યાત્રા માટે જવું પડે! જંગમ તીર્થ એટલે હરતું ફરતું તીર્થ સાધુ તે જંગમ તીર્થ. તે તીર્થ તો તમારા ઘેર આવે! તીર્થસ્વરૂપ સાધુ ભગવંતોની મન-વચન-કાયાથી આરાધના કરી, આત્મા પર લાગેલાં કર્મોનો ક્ષય કરવાનો છે. સાધુ-પદની આરાધના સાધુ બનવાના સંકલ્પથી કરજો. સાધુતાથી જ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. સિદ્ધિ પ્રાપ્ત કરવી છે ને? તો સાધુતામય જીવન જીવ્યા વિના નહીં જ ચાલે. For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વ્યાખ્યાન આઠમું ) સમ્ય દર્શન પદ પરમ ઉપકારી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ શ્રીપાલ કથામાં અરિહંતાદિ નવપદનું હૃદયકમળમાં ધ્યાન ધરીને સિદ્ધચક્રજીનો મહિમા બતાવે છે. આમ તો મહાપુરુષોના હૃદયમાં સિદ્ધચક્રજીનું ધ્યાન નિરંતર ચાલ્યા જ કરતું હોય છે, પરંતુ જ્યારે કોઈ વિશિષ્ટ પ્રયોજન આવે, કે કોઈ મહાન પરોપકારનું કાર્ય હોય, ત્યારે વિશિષ્ટ રીતે સિદ્ધચક્રજીનું ધ્યાન ધરવામાં આવે છે. કારણ શું? ધ્યાનથી આત્મ-શક્તિ જાગ્રત થાય છે. શક્તિ વિના પરોપકારનું કાર્ય સંપૂર્ણ થતું નથી. આપણા પોતાના હિત-કલ્યાણ માટે જેટલી શક્તિ અપેક્ષિત હોય છે, તેથી વધુ શક્તિ પરોપકારના કાર્ય માટે અપેક્ષિત હોય છે. પરોપકારનું કાર્ય એક જિંદગી નહીં પણ અનેક જિંદગી સુધી ચાલુ રહે, છતાં તેનો અંત નથી આવતો. શ્રીપાલચરિત્રની રચના શા માટે? આચાર્ય રત્નશેખરસૂરિ મહારાજને મહાન કાર્ય કરવું છે! મહાન કાર્ય સંપન્ન કરવા માટે સિદ્ધચક્રજીની આરાધના છે. શ્રીપાલ કથાની રચના માત્ર મનોરંજન માટે આચાર્યને નથી કરવી. તેમને જનહૃદયમાં સિદ્ધચક્રની સ્થાપના કરી, જીવોનું હિત કરવું છે! આ નાનું કે મામૂલી કાર્ય નથી. મોટું કાર્ય છે. બીજી બાજુ કુદરતનો એવો નિયમ છે કે “એથસિ વિનાનિ' સારા કામમાં હજાર વિઘ્ન આવે! વિપ્નવિજય કરવા માટે પરમ તત્ત્વોનો સહારો લેવો જોઈએ. સિદ્ધચક્રજીની આરાધના વિનો અને આપત્તિઓ દૂર કરે છે; દુઃખ દૂર કરે છે, મોક્ષમાર્ગમાં સહાયક બને છે. સુખથી ભરપૂર મોક્ષ તરફ નિર્મળ આત્માઓને લઈ જાય છે. શું આ માટે સિદ્ધચક્રજીનું ધ્યાન ધરવાનું છે? આપણી આત્મશક્તિ જાગૃત કરવા સિદ્ધચક્રજીનું જેમ તેમ ધ્યાન ધરવાનું નથી, પરંતુ હૃદયકમળમાં For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૪ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું ધ્યાન ધરવાનું છે. તેનો અર્થ એ છે કે બહારની દુનિયામાં ભટકતા મનને ખેંચીને, બહારની દુનિયાના સંબંધ તોડીને, તે સંબંધ સિદ્ધચક્રજી સાથે જોડવાનો છે. નવપદનું ધ્યાન કેવી રીતે કરવાનું? જે હૃદયકમળમાં આપણે ધ્યાન ધરવાનું છે. ત્યાં ચર્મચક્ષુ પહોંચતાં નથી, ચર્મચક્ષુ વડે તો ભીતરમાં કાંઈ જોઈ શકાતું નથી, પણ મનઃચક્ષુ ત્યાં પહોંચી શકે દુનિયાભરના વિચારો અને વિકલ્પો જો મનમાં ચાલતા હોય તો મન હૃદયકમળને ન જોઈ શકે. હૃદય-કમળને ન જુએ તો કમળમાં રહેલાં નવપદને કેવી રીતે જુએ? નવપદ ન દેખાય તો મન સ્થિર ન થાય અને મન સ્થિર ન થાય તો ધ્યાન ન રહેવાય. જ્યાં સુધી મન સંસારની ગલીઓમાં ભટકતું હોય ત્યાં સુધી એ હૃદયકમળને જોઈ ન શકે. અને હૃદયકમળને ન જુઓ તો સિદ્ધચક્રજી પર મન સ્થિર કેવી રીતે થાય? માટે મનને હૃદય તરફ વાળો! હા! પણ એ સરળ અને સહજ નથી! સામાન્ય માનવી માટે બાહ્ય ધર્મક્રિયા કરવી સરળ છે. સિદ્ધચક્રજીના ગટ્ટાનો અભિષેક કરવો કે તેનું પૂજન કરવું સરળ છે, નવપદનાં નામો ગણવા-યાદ રાખવા પણ સરળ છે.... નવપદની પૂજા ભણાવવી સરળ છે, ગીત ગાવા સરળ છે, પણ તે નવપદના ધ્યાનમાં સ્થિર બનવું સામાન્ય માનવી માટે સરળ નથી! છતાં અશક્ય નથી! યોગીને માટે ધ્યાન સરળ છે : કોઈ કામ અસંભવિત હોતું નથી. હા, તે મુશ્કેલ હોઈ શકે. એટલે વિશેષ પુરૂષાર્થ કરવો પડે. જેમ સંસારમાં પૈસા કમાવવા માટે એક વ્યક્તિ ટેલિફોન પર સદા કરે છે અને હજારો રૂપિયા કમાઈ લે છે. નહિ દોડવાનું, નહિ માંગવાનું સરળતાથી કમાણી થઈ જાય છે. બીજી વ્યક્તિ છે, દશ રૂપિયા રોજ કમાય છે, પણ તે માટે બાર બાર કલાક સખત મજૂરી કરે છે, પરસેવો પાડે છે, તે કમાય છે ખરો, પણ મુશ્કેલીથી! ત્રીજો છે ભિખારી. તેને માટે કમાવવું અસંભવિત છે! એક વર્ગને પૈસા સરળતાથી મળે છે. બીજા વર્ગને પૈસા મહેનતથી મળે છે. ત્રીજા વર્ગ માટે પૈસા કમાવવા અસંભવિત છે. For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ શ્રી નવપદ પ્રવચન તેમ યોગીપુરૂષો માટે સિદ્ધચક્રજીનું ધ્યાન સરળ છે! પદ્માસન લગાવીને બેસી ગયા, આંખો બંધ કરી દૃષ્ટિ હૃદય-કમળ પર... નવપદ પર મન સ્થિર! યોગીપુરૂષો સરળતાથી ધ્યાન કરી શકે છે. શ્રાવક અડધો યોગ, અડધો ભોગી! બીજો વર્ગ છે શ્રાવકનો. શ્રાવક અડધા યોગી અને અડધા ભોગી! શ્રાવક પૂર્ણ યોગી ન હોય અને પૂર્ણ ભોગી ન હોય! દા.ત. શ્રાવક સાંભળે છે જરૂ૨, પણ નિંદા નહિ, બીભત્સ શબ્દો નહિ, સ્વપ્રશંસા નહીં! આમ સાંભળવાનું અડધું છોડી દે છે. શ્રાવક પરનિંદા અને સ્વપ્રશંસા સાંભળે નહીં. શ્રાવક રેડિયો પરનાં ગીતો સાંભળે નહીં. શ્રાવક રૂપ જુએ ખરા પણ કોનું? પોતાની સ્ત્રીનું રૂપ જુએ, પરસ્ત્રીનું નહીં, પરમાત્માનું રૂપ જુએ, પોતાનું નહિ! બરાબર ને? રૂપ જુએ ખરા, પરંતુ જ્યાં તેનો અધિકાર છે ત્યાં! પૌદ્ગલિક-ભૌતિક રૂપ જોવું છે, તો તે ઘરમાં જુએ! આધ્યાત્મિક રૂપ જોવું છે તો તે પરમાત્માનું રૂપ જુએ! કદાપિ પરસ્ત્રીનું કે પોતાનું રૂપ ન જુએ. જેને શરીરનું મહત્વ છોડવું છે, તેણે વારંવાર પોતાનું રૂપ અરીસામાં ન જોવું જોઈએ. શરીરનું મમત્વ રાખવું છે કે તોડવું છે? તો દિવસમાં વારંવાર અરીસામાં તમારું રૂપ જોવાની ટેવ છોડી દો. શ્રાવકની ધ્રાણેન્દ્રિય વિષયનો ઉપભોગ કરે, પરંતુ જેટલું આવ્યું તેટલું ન સુંઘે! તેવી રીતે મામૂલી દુર્ગધમાં નાકનું ટેરવું ન ચઢાવે! શ્રાવકની જીભ વિષય-ભોગ કરે પણ જે અભક્ષ્ય છે, જે અનંતકાય છે, જે અપેય છે, તેના સ્વાદ નહીં કરે, ત્યાગ કરશે. જીભનાં બે કામ છે : સ્વાદ અનુભવવાનું અને બોલવાનું. શ્રાવક કદી કટુ શબ્દ ન બોલે; અપશબ્દ ન બોલે, અહિતકારી શબ્દ ન બોલે, શ્રાવક સ્પર્શેન્દ્રિયનાં સુખ ભોગવે, પરંતુ સ્વસ્ત્રી સાથે જ. પરસ્ત્રીનો ત્યાગ કરશે. સ્વસ્ત્રીમાં તૃપ્ત રહેશે. પરંતુ તેમાંય આસક્ત નહીં બને. વિષય-વાસના ઓછી થાય, તો બ્રહ્મચર્ય પાળું, આવી ભાવના રાખે. આમ પાંચેય ઇંદ્રિયોનાં વિષયસુખ ત્યાગવા તરફ તેની વૃત્તિ હોય. શ્રાવકનું જીવન ભોગી હોય, પણ સંપૂર્ણ ભાગી નહીં. એવી રીતે શ્રાવક સંપૂર્ણ યોગી પણ નહીં. સાંભળે તે શ્રાવક : શ્રાવક” શબ્દનો અર્થ જાણો છો? “શ્રોતિ તિ શ્રાવ: સાંભળે તે શ્રાવકી શું સાંભળે? ૧. જિનવાણીને સાંભળે, ચોથે ગુણસ્થાનકે રહેલા મનુષ્યને જિનવાણી સાંભળવાનું ખૂબ ગમે. For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હૃદયકમલ મેં ધ્યાન ધરત હું ૨. જિનવાણી સાંભળે અને આંશિક રીતે જીવનમાં ઉતારે, તે પાંચમે ગુણસ્થાનકે હોય. જિનવાણી સાંભળી જીવ આનંદ અનુભવે, પ્રસન્નતા પામે, તેને સમ્યક્તનો સ્પર્શ થયો કહેવાય. શ્રાવકને જિનવાણી સાંભળતાં એટલો આનંદ આવે કે કદાચ કોઈ આવી એને કહે કે “દેવલોકની અપ્સરા આવી છે, નૃત્ય કરે છે, ગાય છે..તો ચાલ, તો તે કહેશે કે “આ જિનવાણી સાંભળવામાં મને જે આનંદ આવે છે, તેની આગળ તે અપ્સરાનાં નૃત્ય અને ગીત કૂચા છે! જિનવાણીની સરખામણીમાં તે નૃત્યગીત ઝેર છે.' સમ્યગદર્શન : સમકિત કહો, સમ્યક્ત કહો કે સમ્યગ્દર્શન કહ, સમાન અર્થ છે. સમ્યગુ દર્શન એટલે દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા. પરમાત્મા અરિહંત દેવ, ગુરુ નિગ્રંથ અને ધર્મ કેવલપરમાત્માએ બતાવેલો! આ ત્રણ તત્ત્વો પરની શ્રદ્ધા તે સમ્યગદર્શન. अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो । નિખ-ત્રિતં તત્ત, ફક સમત્ત મણ દેયં ! અરિહંત મારા દેવ, સુસાધુ મારા ગુરુ અને કેવળજ્ઞાનીએ બતાવેલાં તત્ત્વોમારો ધર્મ_આ છે સમ્યગદર્શનની પ્રથમ ભૂમિકા. પ્રશન : શ્રદ્ધા-સમ્યગ્દર્શનની પ્રથમ ભૂમિકા શા માટે? ઉત્તર : સંસારમાં મોટા ભાગે એવા જીવો હોય છે, જે જીવોની બુદ્ધિનો વિશેષ વિકાસ થયેલો હોતો નથી, જેઓ તત્ત્વનું ચિંતન કરી શકતા નથી, ઊંડાણમાં જેઓ જઈ શકતા નથી, તેમને તો ફક્ત પરમાત્મા અરિહંતનું, સુસાધુઓનું અને કેવળી ભગવાનના ધર્મનું જ્ઞાન છે! તે જ્ઞાન પણ માત્ર અસ્તિત્વનું જ્ઞાન! એમનું સ્વરૂપ શું છે, તેની ખબર નહીં! તેઓ તો એટલું જ કહે કે : “પરમાત્મા અરિહંત અમારા દેવ. સુસાધુ અમારા ગુરૂ અને કેવળજ્ઞાની ભગવંતે બતાવેલાં તત્ત્વો-અમારો ધર્મ! આ ત્રણ પર અમારી શ્રદ્ધા પૂરી છે. ' આ છે પ્રથમ ભૂમિકાનું સમ્યગ્દર્શન. મોટા ભાગે લોકો આવી શ્રદ્ધા કરી શકે. તેઓ આ ત્રણ તત્ત્વોનું સ્વરૂપ જાણતા હોતો નથી, જાણી પણ શકતા નથી. હા, આનું મહત્ત્વ ઓછું નથી. આવો અચળ શ્રદ્ધાભાવે આત્માનું ઉત્થાન કરવાવાળો છે. For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૯૭ આવો શ્રદ્ધાભાવ કોઈ મનુષ્યને જન્મથી હોય તો કોઈ મનુષ્યને પ્રયત્ન સાધ્ય હોય. સમ્યગુદર્શન નિસર્ગથી અને અભિગમથી ? ૧. પૂર્વજન્મોમાં શ્રદ્ધાભાવ કેળવ્યો હોય તો અહીં શ્રદ્ધાવાન માતાને પેટે જન્મ્યા હોય એટલે સમ્યગ્દર્શન જન્મથી હોય. પરમાત્મા પર, સુસાધુ પર અને ધર્મ પર સ્વાભાવિક જ શ્રદ્ધા થાય. તે માટે કોઈ પ્રયત્ન ન કરવો પડે. ૨. કોઈને આ શ્રદ્ધાભાવ જન્મથી ન હોય, પરંતુ સદૂગુરુનો સંપર્ક થાય, પરિચય થાય, શ્રદ્ધાવાન સાધર્મિકોનો પરિચય થાય; તેમના પરિચયથી સમ્યગુદર્શન પ્રાપ્ત થાય. ૩. જન્મથી નહીં, સરૂના પરિચયથી નહીં, પણ કેટલીક વખત જાતિસ્મરણજ્ઞાનથી શ્રદ્ધાભાવ જન્મે. કોઈ વખત પૂર્વભવ યાદ આવી જાય છે. પૂર્વભવમાં આરાધેલા પરમાત્માની, સુગુરૂની, ધર્મની સ્મૃતિ થાય છે. જેમ સમ્રાટ સંપ્રતિને આર્ય સુહસ્તિ મહારાજના દર્શનથી પૂર્વજન્મ યાદ આવેલો! પૂર્વ ભવમાં ભિખારી હતો.... માત્ર ખાવા માટે સાધુ બનેલો.. પણ, દેવ-ગુરુ-ધર્મ પર પ્રીતિ થઈ ગયેલી. મરીને તે સમ્રાટ અશોકના પુત્ર કુણાલને ત્યાં જન્મ્યો હતો. આર્ય સુહસ્તિ મહારાજને જોતાં એને પોતાના પૂર્વજન્મ યાદ આવી ગયો હતો અને સમ્યગ્દર્શન પ્રગયું હતું. એવી રીતે આદ્રકુમારને અભયકુમારે પરમાત્મા જિનેશ્વરની મૂર્તિ મોકલી હતી. તેના દર્શનથી આદ્રકુમારને સમ્યગુદર્શન પ્રગટ્યું હતું. આ સમ્યગ્ગદર્શન પાંચ પ્રકારનું હોય છે, ત્રણ પ્રકારનું હોય છે અને બીજા પણ એના પ્રકારો છે. ૧. જિનોક્ત તત્વોમાં અભિરુચિ-એ સમ્યકત્વનો પ્રથમ પ્રકાર છે. સમ્યગદર્શનના છ પ્રકાર : ૨. બીજી રીતે સમ્યક્ત્વના ૬ પ્રકારો પણ બતાવવામાં આવ્યા છે. [૧] દ્રવ્ય સમ્યક્ત : પરમાર્થને ન જાણતો હોય, પરંતુ જિનવચનમાં અભિરુચિ હોય. [૨] ભાવ સમ્યક્તઃ પરમાર્થને જાણતો, હોય અને જિનવચન પર શ્રદ્ધાભાવ ધારણ કરે. | [૩] નિશ્ચય સમ્યક્ત : રત્નત્રયી (જ્ઞાન-દર્શન ચારિત્ર) મય આત્માનો શુભ પરિણામ. For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૮ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું [૪] વ્યવહાર સમ્યવઃ સમ્યગુદર્શનના બાહ્ય આચારોને પાળે અને શ્રદ્ધાભાવ ધારણ કરે. [પી નિસર્ગ સમ્યક્ત : સ્વાભાવિક રીતે જ જિનોક્ત તત્ત્વોમાં અભિરૂચિ હોય. [૭] ઉપદેશજન્ય સભ્યત્વ : સુગુરૂ આદિનો ઉપદેશ સાંભળીને જિનવચનમાં રૂચિ પ્રગટે. સમ્યક્તના ત્રણ પ્રકાર : ૩. ત્રીજી રીતે સમ્યક્તના ત્રણ પ્રકાર છે : (અ) લાયોપથમિક સમ્મસ્વ. (બ) પથમિક સમ્યક્ત. (ક) ક્ષાયિક સમ્યક્ત. આ ત્રણેય સમ્યક્વને સમજવા માટે એક ઉદાહરણ આપું છું. (અ) એક માણસને તરસ લાગી છે, એને પાણી પીવું છે. એની પાસે પાણી છે, પરંતુ કચરાવાળું છે. તેણે એ પાણીને બીજા ગ્લાસમાં ગાળી નાખ્યું. ગરણામાં જે કચરો રહ્યો, તે તો એણે ફેંકી દીધો, પણ ગાળેલા પાણીમાં પણ સૂક્ષ્મ કચરો રહી ગયો હતો. તેણે પાણીના ગ્લાસને સ્થિર મૂકી રાખ્યો, કચરો પાણીની નીચે બેસી ગયો! આ થયો કચરાનો ક્ષય+ઉપશમનક્ષયોપશમ. ગરણામાં જે રહી ગયી તે ક્ષય અને પાણી નીચે બેસી ગયો તે ઉપશમાં આજ રીતે મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે. મિથ્યાત્વમોહનીયકર્મનો કેટલોક ક્ષય (નાશ) થઈ જાય અને કેટલુંક કર્મ શમી જાય તેને લાયોપથમિક સમ્યક્ત કહેવાય. (બ) કોઈ માણસ કચરાવાળા પાણીને ગાળી શકતો નથી. ગાળવા માટે ગરણું જ નથી! એ તો પાણીના ગ્લાસને સ્થિર મૂકી રાખે છે. કચરો પાણીની નીચે ઠરી જાય છે! આ થયો કચરાનો ઉપશમ! એમ મિથ્યાત્વમોહનીયનો ઉપશમ જીવ કરે, તો ઉપશમ સમકિત કહેવાય. પણ જેમ ગ્લાસ હલે એટલે કચરો ઉપર આવે અને પાણી કચરાવાળું થઈ જાય, તેમ આત્મા પણ ચંચળ બને, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ યોગ આદિથી અસ્થિર બને એટલે મિથ્યાત્વ મોહનીયનો કચરો ઉપર આવી જાય! સમકિત ચાલ્યું જાય! For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૯૯ (ક) ત્રીજો માણસ તો કચરાવાળા પાણીને એવી રીતે ગાળીને, ઉકાળીને સાફ કરે છે કે એમાં જરાય કચરો રહે નહીં. “ડિસ્ટીલ્ડ વોટર' હોય છે ને?. ડૉક્ટર ઇજેક્શન આપવામાં આ પાણીનો ઉપયોગ કરે છે! તેવી રીતે આત્મા મિથ્યાત્વમોહનીયનો સર્વથા ક્ષય કરી નાંખે જરાય લેશમાત્ર પણ મિથ્યાત્વ ન રહે.. તેને ક્ષાયિક સમ્યક્ત કહે છે. સાસ્વાદન” અને “વેદક' : (૪) ચોથા પ્રકારનું સમ્યક્ત છે સાસ્વાદન. આ અતિ અલ્પકાળનું સમ્યક્ત છે. અગિયારમા ગુણસ્થાનકેથી પડીને નીચે આવે... બીજા ગુણસ્થાનકે થોડી ક્ષણ રોકાય. ત્યાં સમ્યક્તનો સામાન્ય સ્વાદ અનુભવે! જેમ ગોળ ખાધા પછી ઊલટી થાય.... તો ઊલટી પછી થોડી ક્ષણ ગોળનો સ્વાદ અનુભવાય ને? તેવી રીતે સમ્યક્તનો ક્ષણિક સ્વાદ માત્ર અનુભવે. (૫) પાંચમા પ્રકારનું સમ્યક્ત છે વેદક સભ્ય. તે તો માત્ર એક સમયનું જ હોય છે! મિથ્યાત્વમોહનીય અને મિશ્ર મોહનીય કર્મનો ક્ષય કર્યા પછી, સમ્પર્વ મોહનીયના પુંજનો ક્ષય કરે, તેના અંતિમ સમયે શુદ્ધ પરમાણુનું વેદન કરે, તે વેદક સમ્યક્ત! આ બધો વિષય અધ્યયનનો છે. અત્યારે જ તમને બધું નહીં સમજાય. ભણ્યા નથી ને? તાત્ત્વિક અધ્યયન કરવું જોઈએ. આ પાંચેય પ્રકારનાં સભ્યત્વ સંસારમાં પરિભ્રમણ કરતો જીવ કેટલીક વાર પ્રાપ્ત કરે છે, તે પણ સમજવું જોઈએ. સાસ્વાદન” અને “ઉપશમ” સમ્યક્ત પાંચ વાર પ્રાપ્ત કરી શકે. “વેદક' અને “ક્ષાયિક સમ્યક્ત એક-એક વાર જ પ્રાપ્ત કરે. જ્યારે “ક્ષયોપથમિક' સમ્યત્ત્વ જીવ અસંખ્ય વાર પ્રાપ્ત કરી શકે છે. કારક રોચક : દીપક બીજી રીતે પણ સભ્યત્ત્વના ત્રણ પ્રકારો શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે, (૧) કારક સમ્યક્તઃ આ સમ્યક્તવાળો જીવ એમ માને કે જે જિન-કથિત તત્ત્વ છે; તે તે પ્રમાણે જ છે. (૨) રોચક સભ્યત્વ: જિનધર્મમાં માત્ર અભિરૂચિ હોય. (૩) દીપક સભ્યત્વે : “દીવા નીચે અંધારું' આ ઉક્તિને ચરિતાર્થ કરે! For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું સ્વયં મિથ્યાષ્ટિ હોય, પરંતુ ધર્મ ઉપદેશ દ્વારા બીજા જીવોને ધર્મનો બોધ પમાડે! “અભવી' અને “દુર્ભવી' આત્માઓને આ સમ્યક્ત હોય. પ્રશ્ન : સમ્યગુદર્શન આપણને પ્રાપ્ત થયું છે, તે આપણે કેવી રીતે જાણી શકીએ? સ્વયં નિર્ણય કેવી રીતે થાય? ઉત્તર: તમે મને પૂછો કે “મારામાં સમ્યગદર્શન છે કે નહીં? હું ન કહી શકું. હા, વિશિષ્ટ શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની વગેરે કહી શકે. સમ્યગ્દર્શનનો નિર્ણય કરવા માટે શાસ્ત્રોમાં પાંચ લક્ષણો બતાવ્યાં છે. આ પાંચ લક્ષણોના આધારે તમે સ્વયં નિર્ણય કરી શકો કે “મારામાં સમ્યગુ દર્શન છે કે નહીં?' સમકિતનાં પાંચ લક્ષણો : (૧) સર્વ પ્રથમ-આસ્તિકતા : આસ્તિકતા એટલે શ્રદ્ધા. દેવ-ગુરૂ-ધર્મ પર શ્રદ્ધાનો ભાવ. અરિહંત પરમાત્મા, નિગ્રંથ ગુરૂ, તથા કેવળીભાષિત ધર્મ પર શ્રદ્ધા. એમ થવું જોઈએ કે “જો મારે મોક્ષમાર્ગની આરાધના કરવી છે તો આ ત્રણેયના સહારે જ કરી શકું!' દેવ-ગુરૂ-ધર્મનું શરણ અક્ષય પદ આપે છે, તે સિવાય કોઈ અક્ષય પદ આપી શકે નહીં. જે મંગલકારી છે, જે ઉત્તમ છે, જે શ્રેષ્ઠ છે, તેનું જ શરણું હો! चत्तारि मंगलं રિહંતા મંHિ, સિદ્ધા, મંત साहू मंगलं, केवलिपन्नत्तो धम्मो मंगलं ।। વત્તરિ નોમુત્તમ अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा। साहू लोगुत्तमा, केवलिपन्नत्तो धम्मो लोगुत्तमा ।। चत्तारि सरणं पवज्जामि। अरिहंते सरणं पवज्जामि । सिद्धे सरणं पवज्जामि। साहू सरणं पवज्जामि। केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि । આ ક્રમમાં રહસ્ય રહેલું છે. જાણો છો? પહેલો નિર્ણય કે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ જ મંગલકારી છે. કલ્યાણકારી છે! For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૦૧ મંગલકારી, ઉત્તમ અને શરણભૂત? જે મંગલકારી હોય તે જ ઉત્તમ હોય. ત્રણેય લોકમાં અરિહંતાદિ ઉત્તમ છે. એવા મંગલકારી, કલ્યાણકારી અને હિતકારી ઉત્તમ અરિહંતાદિનું હું શરણ સ્વીકારું છું. જે ઉત્તમ હોય તે જ શરણ્ય બને! આપણે અરિહંત વગેરે ચાર તત્ત્વોને મંગલકારી સમજીએ. આ સમજીને તેમને સમગ્ર જગતમાં શ્રેષ્ઠ-ઉત્તમ માનીએ, તે માન્યા પછી આપણે તેમના શરણે જઈએ. આપણો મનુષ્યસ્વભાવ એવો છે કે જેને મંગલકારી માને તેને શ્રેષ્ઠ માને. કોઈને પૌગલિક કે ભૌતિક સ્વાર્થ હોય છે, તો કોઈને આધ્યાત્મિક સ્વાર્થ હોય છે! સ્વાર્થ જ્યાં સધાય ત્યાં જાય; તેવી પ્રેરણા થાય કે “હું આમના શરણે જાઉં,” પછી તેને ત્યાં જતાં કોઈ બંધન રોકી શકે નહીં. શ્રદ્ધાનું-આસ્તિકતાનું આ સ્વરૂપ છે. જેના પ્રત્યે તમને શ્રદ્ધા હશે, તમે તેને શ્રેષ્ઠ સમજવાના અને તેમના શરણમાં તમારી જાતને સુરક્ષિત માનવાના. જેવા તેમના શરણમાં ગયા કે આત્મામાં એક વિશિષ્ટ પ્રક્રિયા શરૂ થવાની. તે પ્રક્રિયા છે વૈરાગ્યની. આ પ્રક્રિયાથી સંસારના જડ પદાર્થો, ભૌતિક સુખ, અને પાંચેય ઇંદ્રિયોના વિષયો તરફ મન વૈરાગ્યમય થશે. જેમ જેમ શરણાગતિનો ભાવ વધતો જશે તેમ તેમ સંસાર તરફ વૈરાગ્ય વધુ ને વધુ દૃઢ થતો જશે. સંસાર તરફ વૈરાગ્ય થશે, તો જ મોક્ષસુખની અભિલાષા જાગ્રત થશે! એક સુખ પસંદ ન આવે, તો બીજું સુખ પસંદ પડે! એક કાપડ પસંદ ના આવે, તો બીજું કાપડ પસંદ આવે! એક મકાન ન ગમે, તો બીજું મકાન ગમે! ભલે મકાન મળે કે ન મળે પણ ગમે જરૂરી તેમ સંસાર ન ગમે તો મોક્ષ ગમે! સંસાર અસાર છે. એ વાત સમજો તો મોક્ષ સરસ છે, સારભૂત છે, એમ લાગે. ક્ષણિક સુખ પ્રત્યે વૈરાગ્ય આવે તો શાશ્વત સુખ પ્રત્યે રાગ જાગે. સંસારસુખોમાં અનાસક્ત બની જાઓ તો મોક્ષ સુખમાં આસક્તિ જાગશે. આત્મામાં સમ્યગૂ દર્શન પ્રગટે એટલે જેમ શ્રદ્ધા, વૈરાગ્ય અને સંવેગ પ્રગટે, તેમ અનુકંપાનો ભાવ પણ પ્રગટે અને વૃદ્ધિ પામે. અનુકંપાનું બીજું નામ છે દયા, જ્યારે સંસારનાં સુખોની ઇચ્છા જ ન રહે, પછી આત્મામાં કૂરતા રહે જ ક્યાંથી? સંસારનાં સુખોની અભિલાષામાંથી ક્રૂરતા જન્મે છે. ઘરમાં દર હોય તો સંભવ છે કે સાપ નીકળે! દર જ ન હોય તો સાપ નીકળે ક્યાંથી? તે પ્રમાણે સંસારનાં સુખોની ઇચ્છા-કામના તે દર છે, ક્રૂરતા એ સાપ છે. For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું માનો કે મને પૈસાનો રાગ છે, હું તમારી પાસે પૈસા માગું છું. પૈસા એટલે સંસારનાં સુખોનું સાધન. મારો સ્વાર્થ છે. હું માનું છું, છતાં તમે નથી આપતા, માગવાનો મારો અધિકાર છે, તેમાંથી જન્મે છે ક્રૂરતા! કોણિક શા માટે શ્રેણિક પ્રત્યે ક્રૂર બન્યો? કોકિને રાજ્યનો લોભ હતો, સ્વાર્થ હતો, શ્રેણિક રાજ્ય આપતા નથી; આથી કોણિકના હૃદયમાં ક્રૂરતા પ્રગટી! શ્રેણિકને જેલમાં નાખ્યા. એટલું જ નહિ. જેલમાં શું કર્યું? શ્રેણિકને કોરડાનો માર પડતો હતો ને? શ્રેણિક ભગવાન મહાવીરના અનન્ય-પરમ ભક્ત હતા. ભગવાનને પોતાના હૃદયમાં બેસાડ્યા હતા. ભગવાનના શાસનને બેસાડ્યું હતું, તેને આવું અસહ્ય દુઃખ શાથી આવ્યું? જો શ્રેણિક સમજી ગયા હોત અને રાજ્ય કોણિકને સોંપી દીધું હોત તો આ પરિસ્થિતિ ન સર્જાઈ હોત. પરંતુ રાજ્ય સુખના રાગે રાજ્ય છોડવા ન દીધું કોણિકના હૃદયમાં ક્રૂરતા આવી. જ્યાં સંસારનાં સુખોનો તીવ્ર રાગ, ત્યાં ક્રૂરતા આવે જ. સમકિત દૃષ્ટિવાળો આત્મા સંસારના સ્વરૂપને સમજતો હોય છે. તે માનતો હોય છે કે આ મારાં જ કર્મોનું ફળ છે. તેથી શ્રેણિક દુઃખ સમતાથી સહન કરી શક્યા. તેમણે વિચાર્યું કે “મેં રાજગાદી ન છોડી, પુત્રને તે ન આપી, રાજ્યના રાગે પુત્રમાં ક્રૂરતા પેદા કરી! મેં જે કર્યું, તેની સજા મારે ભોગવવી જ જોઈએ.” પોતાના પ્રશ્નોનું સમાધાન પોતે કરી લીધું! શ્રેણિકને કોણિક પ્રત્યે ક્રૂરતા ન આવી. દયાનો ભાવ બન્યો રહ્યો. અનુકંપા એટલે દુ:ખી જીવો પ્રત્યે દયા. બીજાનું દુઃખ જોઈને આત્મા કંપી ઊઠે, અનુકંપાથી ભરેલા આત્મામાં સમતાભાવ પ્રગટે છે. પાંચમું લક્ષણ પ્રશમનું છે. “શ્રેણિકે ભગવાન મહાવીર પાસેથી સાચી સમજ - સમ્યગુજ્ઞાન મેળવ્યું હતું : અપરાધી પ્રત્યે પણ કરુણા રાખો. તીર્થકર પણ સંસારની ગતિને ન રોકી શક્યા, તો પછી હું કોણ માત્ર? 1 am nothing! મારું શું વ્યક્તિત્વ છે? હું કાંઈ નથી.” અપરાધી જીવો પ્રત્યે પણ રોષ નહીં, ક્રોધ નહીં, અણગમો નહીં! ઉપશમભાવ-પ્રશમભાવ સમકિતદૃષ્ટિ આત્માનું લક્ષણ છે. એક કવિએ કહ્યું છે : ઉપશમ આણો, ઉપશમ આણો ઉપશમ રસમાં નાણો રે, વિણ ઉપશમ જિનધર્મ ન સોહે, જિમ જગ નરવર કાણો રે.” For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શ્રી નવપદ પ્રવચન ઉપશમ : જિનશાસનનો સાર : www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ આત્મામાં ઉપશમભાવ પ્રગટ કરો. ઉપશમરસમાં સર્વાંગીણ સ્નાન કરો! ઉપશમભાવ વિના જૈનધર્મ શોભતો નથી. જગતમાં રાજા કાણો હોય તો શોભે? તેમ જૈન ઉપશમ વિનાનો શોભે ખરો? શમ-ઉપશમ-પ્રશમ સમાન શબ્દો છે. પરમાત્મા જિનેશ્વર દેવના શાસનમાં, આ ‘પ્રશમભાવ’થી અનેક આત્માઓએ ‘કેવળજ્ઞાન’ મેળવ્યાનાં દૃષ્ટાંતો નોંધાયેલાં છે! સમ્યગ્દર્શન ગુણ આત્મામાં પ્રગટ્યો છે કે કેમ, એનો નિર્ણય આ પાંચ લક્ષણોના આધારે કરી શકાય. આસ્તિકય, વૈરાગ્ય, સંવેગ, અનુકંપા અને પ્રશમભાવ, આ પાંચ તત્ત્વો આંતરિક છે. તે આત્માના ભાવ છે, જેની ચોકસાઈ જીવ પોતે કરી શકે અથવા વિશિષ્ટ જ્ઞાની પુરુષ કરી શકે. તમારે અંગે હું કાંઈ કહીં નહીં શકું. મારામાં અવધિજ્ઞાન નથી! એક ભિખારી બીજા ભિખારીને શું ન્યાલ કરી શકે? આપણી પાસે કોઈ વિશિષ્ટ જ્ઞાનન્ો વૈભવ નથી! શ્રુતસાગરને જોયો છે? શ્રુતસાગરનું એક બિંદુ પણ આપણી પાસે છે ખરું? એટલું મતિજ્ઞાન પણ નથી કે મહાપુરૂષોએ લખેલા ગ્રંથ સારી રીતે સમજી શકીએ. કયાં ચૌદ પૂર્વનું જ્ઞાન! એક પૂર્વ તો નહીં, તેના અસંખ્યાતમા ભાગ જેટલું પણ જ્ઞાન નથી! ૪૫ આગમોનું જ્ઞાન નથી! સૂત્રો યાદ નથી, અર્થની ખબર નથી, પછી અનુપ્રેક્ષા તો હોય જ ક્યાંથી? ગુજરાતીમાં કહેવત છે કે ‘સૂંઠને ગાંગડે ગાંધી!' પાસે સૂંઠનો કકડો માત્ર હોય અને માને પોતાને મોટો વેપારી! આવી અમારી સ્થિતિ છે! કોઈ વિશિષ્ટ જ્ઞાન નથી! માત્ર આપણું આત્મનિરીક્ષણ કરતા રહીએ તો પણ જિંદગી સફળ થઈ જાય! તમારામાં સમ્યગ્દર્શન છે કે કેમ, તેનો નિર્ણય કરવા માટે થર્મોમીટ૨ જ્ઞાનીપુરૂષોએ આપેલું છે. હા, થર્મોમીટર જોતાં આવડવું જોઈએ! એ ન આવડતું હોય તો અમને બતાવી શકો! જોઈ આપીશું! For Private And Personal Use Only સમ્યગ્દૃષ્ટિ આત્માને પણ નરકમાં ક્યારેક જવું પડે! તે ત્યાં પણ તે આત્મા ઉપશમભાવનો અનુભવ કરે! તે જાણે કે ‘મેં બાંધેલા કર્મોનું ફળ મારે ભોગવવું જ રહ્યું!' Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૪ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું કાર્ય-કારણભાવનું જ્ઞાન : જે કાર્યકા૨ણ-ભાવ સમજે છે, તેનું દુઃખ અડધું ઓછું થઈ જાય છે. દુઃખનું કારણ જાણો છો? દુઃખ શાથી આવે? પાપથી જ દુઃખ આવે. આ કાર્યકારણભાવનું જ્ઞાન છે ને? તો જ્યારે દુઃખ આવે ત્યારે એમ જ વિચારો ને કે ‘મારા પાપોનું આ ફળ છે, માટે મારે ભોગવવાનું. સમતા ભાવથી!' સમ્યગ્દર્શનના પ્રકાશમાં આ જ્ઞાન થઈ જાય કે ‘આ મારાં બાંધેલા કર્મોથી જ હું દુઃખી છું' તો તમને વધુ દુઃખ નહીં લાગે, શાંતિથી દુઃખો સહન કરી શકશો. Acharya Shri Kailassagarsuri Gyanmandir અશાતા વેદનીય કર્મનો ઉદય થાય એટલે શારીરિક દુઃખ આવે જ. સમતાથી તે ભોગવી લેવાનું! અર્હન્નક શ્રાવક : ભગવાન મલ્લિનાથના સમયમાં એક શ્રાવક હતા. પરમ શ્રદ્ધાળુ અને નિર્મલ સમ્યગ્દર્શનવાળા! એમનું નામ અર્હન્નક. અર્હન્નક શ્રાવકના હૃદયમાં દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અપાર-અખૂટ શ્રદ્ધાભાવ હતો! આ શ્રદ્ધાભાવ નવ તત્ત્વની સાચી સમજમાંથી પ્રગટેલો હતો. કાં નવ તત્ત્વો? તમને ખબર છે? તમારાં નવ તત્ત્વો જુદાં છે ને? બતાવું? પહેલું તત્ત્વ પૈસો! બીજું તત્ત્વ બંગલો! ત્રીજું તત્ત્વ પત્ની! હવે આગળ ગમે તે ગણાવો! આ તત્ત્વો પાછળ પાગલ જ ને? નવ તત્ત્વોનાં નામ યાદ નથી? આટલા દિવસ સુધી નવ તત્ત્વનો પટ નીચે રાખ્યો હતો ને? દરરોજ એકવાર પણ વાંચતા હોત તો પણ નવતત્ત્વો યાદ રહી ગયાં હોત! હવે સાંભળી લો તે નવ તત્ત્વોનાં નામ છે : (૧) જીવ, (૨) અજીવ, (૩) પુષ્પ, (૪) પાપ, (૫) આશ્રવ, (૬) સંવર, (૭) બંધ, (૮) નિર્જરા, અને (૯) મોક્ષ. આ નવ તત્ત્વોનું જ્ઞાન જેને થાય તેનું સમ્યગ્દર્શન એવું નિર્મળ સુદૃઢ અને ઉચ્ચ કોટિનું હોય કે ઉપરના દેવલોકના દેવ પણ તેને શ્રદ્ધાથી ભ્રષ્ટ ન કરી શકે. આવું સમ્યગ્દર્શન આ શ્રાવકમાં હતું. એક વખત આ શ્રાવકના સમ્યગ્દર્શનની પ્રશંસા દેવલોકમાં ઇન્દ્રે કરી! આ સાંભળી એક મિથ્યાત્વી દેવને થયું કે ‘એક મનુષ્યમાં આટલી શ્રદ્ધા? અને દેવોની સમક્ષ એક મનુષ્યની આટલી પ્રશંસા? ઇન્દ્ર પણ કેવા છે કે બસ, પ્રશંસા કરવા બેઠા એટલે પ્રશંસા જ કર્યા કરે! પરંતુ દેવો સામે મનુષ્યની પ્રશંસા?' For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૦૫ આ એટલા માટે તમને કહેવાય છે કે દેવલોકના દેવ મનુષ્યને કેવી રીતે જુએ છે! તે તમે સમજો. દેવોની દૃષ્ટિમાં મનુષ્યો ગંદકીમાં રખડતાં ભૂંડ જેવા લાગે! મનુષ્યલોકની ગંદકી એટલી ઊંચી ઊંડે છે કે દેવલોકના દેવ અહીં આવવા રાજી નહીં. મિથ્યાદૃષ્ટિ દેવ શ્રાવક અહંન્નકની પ્રશંસા સહન કરી શક્યો નહીં, તે તો આવ્યો નીચે. અહંન્નક શ્રાવક તે વખતે વેપાર અર્થે વહાણો લઈને સમુદ્ર માર્ગે મુસાફરીમાં હતા. પેલો દેવ અન્નક શ્રાવકના વહાણમાં આવ્યો. તે વખતે અહંન્નક પરમાત્માની પૂજામાં લીન હતા. પહેલાંના જમાનામાં લાંબી મુસાફરીએ શ્રાવક જતા ત્યારે સાથે પરમાત્માની મૂર્તિ લઈ જતા! અહંન્નક પૂજા કરે છે. દેવે કહ્યું : “અરે, આ તું શું કરે છે? આરાધના કરવી હોય તો મારી કર. શા માટે આ વીતરાગની આરાધના? તે કરવાથી તને શું મળવાનું છે?” અહંન્નકે કહ્યું : “તું મને શું દેશે?” દેવે કહ્યું : “તું ઇચ્છીશ તે ધન, સંપત્તિ વગેરે આપીશ! અન્નક : હું ઇચ્છું તે તું નહીં દઈ શકે! કહે, આપી શકીશ? મારે મોક્ષનિર્વાણ જોઈએ છે, તે તું આપી શકશે? સંપત્તિની મને અભિલાષા નથી.... મારી પાસે જે ધન-સંપત્તિ છે, તે પણ છોડવાની ઇચ્છા રાખું છું!' સમજાય છે અહંન્નકની વાત? સમ્યગ્દષ્ટિ આત્મા “હેય ના ત્યાગની ભાવનામાં ર! હેયને છોડવાની ઇચ્છા કામના કરે! વાત સમજાઈ ગઈ? તો નિર્ણય તમારો થઈ ગયો ને? સમ્યગ્દષ્ટિ આત્મા “સંસારને ક્યારે છોડું?' એવું વિચારે ને? દેવે કહ્યું : “આટલું સુંદર શરીર છે, યુવાન વય છે, ધન છે, તે શા માટે છોડવા માગે છે? અરે, જોઈએ તો વધુ આપું. દેવલોકનું સુખ આપુ. છોડી દે પૂજા પાઠ, ફેંકી દે વીતરાગની મૂર્તિ દરિયામાં.” દેવે શેઠને લલચાવવા ખૂબ પ્રયત્ન કર્યા; પરંતુ અન્નક શ્રાવક ડગ્યા નહીં. દેવે જાણયું હશે કે “વેપારી છે, ધનની લાલચથી ડગી જશે! પરંતુ અન્નક લાલચ આગળ ઝૂકતા નથી! દેવે લલચાવવાનું છોડી દીધું અને ડરાવવાનું શરૂ કર્યું તેણે કહ્યું : “મારી વાત માને છે કે નહીં? માનીશ તો ખ્યાલ કરી દઈશ, નહીં માને તો બરબાદ કરી નાખીશ.” અન્નકે પણ દઢતાથી કહી દીધું : “તારી વાત હું નહીં માની શકું. દેવગુરુ-ધર્મને નહીં છોડું.” For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું દેવ છંછેડાયો. ‘આ તારી જીદ છે! ખબર છે તને તેનું શું પરિણામ આવશે? તારૂં વહાણ તૂટી જશે, ડૂબી જશે, તું ડૂબી જઈશ. તારૂં કુટુંબ ડૂબી જશે..... કોઈ કિનારે પહોંચી શકશો નહીં, તું ખતમ, તારૂં કુટુંબ ખતમ!' અર્હન્નકે કહ્યું : 'અસાર માટે સારનો ત્યાગ નહીં કરી શકું!' દેવ બગડ્યો! ‘તું કોની સામે જીદ કરે છે તે ખબર છે?' અર્હશકે સ્પષ્ટ વાત કહી દીધી : ‘તું મારૂં કાંઈ બગાડી શકતો નથી! હું મનુષ્ય લોકનો છું, તું દેવલોકનો છે. જો મારા પુણ્યનો ઉદય હશે, તો તું મારો વાળ પણ વાંકો કરી શકે નહીં અને જો મારા પાપનો ઉદય હશે, તો તું મને સુખી કરી દેવાને શક્તિમાન નથી!' અર્હત્રકની આ સિંહગર્જના છે! સમ્યગ્દષ્ટિ આત્માની વાણી સિંહગર્જના હોય! તે ચેં ચેં, ચીં ચીં' કરનાર ચકલાં ન હોય! સમજ પડી? સિંહ છો ને? વારુ, અર્હન્નકના સ્થાને તમે હો તો? લાલચ કે ભયની સામે અડગ રહી શકો ને? દેવ કહે : 'છોડી દે દેવગુરુને, અને પકડી લે મારા પગ! ન્યાલ કરી દઉં! પુત્ર દઉં, ધન દઉં, બંગલો આપું.’ આવું કહેનાર કોઈ દેવ પ્રસન્ન થાય તો તમે તેની શરત પાળો કે નહીં? તે કહે : ‘મંદિર જવાનું બંધ કરી દે, સાધુ પાસે જવાનું બંધ કરી દે, ધર્મ કરવાનું બંધ કરી દે!' સંસારનાં સુખો માટે વીતરાગ પરમાત્મા, નિગ્રન્થ સાધુ પુરુષો અને કેવળી ભગવંતોનો ધર્મ છોડવો પડે તો છોડી દોને? ક્યાં છે સમ્યગ્દર્શન? સંસારનાં સુખો માટે દેવ-ગુરુ-ધર્મ છોડી મિથ્યાદૃષ્ટિ દેવો પાછળ ભટકનારાં આ દુનિયામાં ક્યાં ઓછાં છે? એવાં કોઈ બાવા જોગી મળી જાય અને કહે : ‘શું નવકારમંત્રની માળા ફેરવે છે? ભેરુજીની માળા ફેરવ, દીકરો મળશે.... અને દીકરો મળી જાય.... તો જિંદગીભર કોની માળા ફેરવો? હૃદયમાં શું ભર્યું છે? સંસારનાં સુખોની જ એક માત્ર કામનાને? પુત્ર-સુખ, ધન-સુખ અને શરીર-સુખની કામનાઓ લઈને તીર્થોમાં પણ જાઓ છો ને? હા, જિનમંદિરોમાં જિનેશ્વરની ઉપાસના તો કોરાણે રહી જાય! જિનેશ્વર પરમાત્માને એક બાજુ રાખી સંસારનાં સુખ આપનારાં દેવ-દેવીઓની ઉપાસના કરનારાઓની ભીડ જામે છે. જિનેશ્વરની આંગી માટે સવા રૂપિયો અને ઘંટાકર્ણ દેવની આંગી માટે સવાસો રૂપિયા! એ દેવની સામે એક પગ પર ઊભા રહી માળા ફેરવે! સમકિતષ્ટિ જીવનાં આવાં For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૭ શ્રી નવપદ પ્રવચન લક્ષણો ન હોય! પૌદ્ગલિક સુખોની કામનાથી એ મિથ્યાદેવોને ન ભજે. પુણ્યપાપના સિદ્ધાંત પર શ્રદ્ધા ધરાવનાર આત્માનું તેજ અપૂર્વ હોય. અર્હત્રક શ્રાવકે દેવને સાવ સાફ સંભળાવી દીધું ને? દેવે કહ્યું : ‘ભલે, તો હું જોઈ લઈશ, વહાણને ઊંચું કરી અને નીચે પટકીશ.... આંધી લાવીશ, પછી તું જોજે !' અર્હત્રકે કહ્યું : ‘આપ દેવ છો, ધારો તે કરી શકો છો. પરંતુ મારે તો અરિહંતનું જ શરણ છે અને શરણ રહેશે.' તેણે ચાર શરણો અંગીકાર કરી લીધાં. અરિહંતે સરણં પવજ્જામિ સિદ્ધે સરણં પવજ્જામિ સારૂં સરણે પવજ્જામિ કેવલીપત્રનં ધમ્મ સરણે પવજ્જામિ આમ ચાર શો અંગીકાર કરી લીધાં અને સાગારી અનશન સ્વીકારી લીધું; ‘અપ્પાનું વોસિરામિ।' કરી કાર્યોત્સર્ગ-ધ્યાન લગાવી લીધું. દેવે જહાજને સાત તાડ જેટલું ઊંચું ઊછાળ્યું! ત્યાંથી નીચે પટક્યું; પાછું ઊછાળ્યું.... પાછું પટક્યું.... પરંતુ અર્હકનું એક રૂંવાડુંય ફરકતું નથી. તે દેવ વિભંગજ્ઞાનથી જુએ છે કે ‘શ્રાવકના ભાવ કાંઈ બદલાયા છે કે નહીં?' તમને મનમાં શું થાય છે? ‘આવી જીદ ન રાખવી જોઈએ. સંસારમાં જીદ રાખે કેમ ચાલે? ધર્મની બાબતમાં તો છૂટછાટ ચાલે.’ એમ ને? બટાટાવડા બહુ ટેસ્ટફુલ છે.... કોઈ મફત ખવડાવે છે ને બહુ આગ્રહ કરે છે તો જીદ ન રાખો ને? આવા ઢચુપચુ દિમાગવાળા અને કમજોર હૃદયવાળા માણસોમાં સમ્યગ્દર્શન ક્યાંથી ટકે? દેવ ક્યાંથી આવે? પાકા સમ્યગ્દર્શનવાળા બનો, દેવ તો કસોટી કરવા આવે! દેવે જોયું કે ‘આ શ્રાવક ઢીલો થાય તેમ નથી.... શ્રદ્ધાથી વિચલિત થાય એમ નથી.’ તે અર્ધજ્ઞકના ચરણે ઝૂકી ગયો અને ચાલ્યો ગયો. સમ્યગ્દર્શન : મોક્ષનું બીજ : સમ્યગ્દર્શન મોક્ષનું બીજ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ‘કોઈ આત્મા ચારિત્રથી પડે, તો તે ફરીથી ચારિત્ર ધર્મ પ્રાપ્ત કરી શકે છે, પણ જો સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થાય તો તેને અનંતકાળ સંસારમાં ભટકવું પડે છે.’ For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું માટે પહેલું કામ શ્રદ્ધા નિર્મળ કરવાનું, અવિચળ બનાવવાનું કરવાનું છે. મોક્ષનો આધાર સમ્યગ્દર્શન છે. જ્ઞાન અને ચારિત્ર ઉત્તમ હોય, પરંતુ સમ્યગ્દર્શન ન હોય તો નિર્વાણ ન મળે, સમ્યગ્દર્શન વિનાનાં જ્ઞાન અને ચારિત્ર તો અભવી જીવને પણ હોય! અભવી એટલે ક્યારેય મોક્ષમાં ન જનારા. આવા અભાવી જીવનું જ્ઞાન સાડા નવ પૂર્વનું હોઈ શકે અને ચારિત્ર એવું પાળે કે માખીની પાંખ પણ ન દુભાય! એટલું નિર્મળ, એટલું સ્વચ્છ પાળે! નિર્મળ ચારિત્ર પાળીને, મરીને દેવલોકમાં પણ જાય. ત્યાં અસંખ્ય વર્ષ સુધી સુખ ભોગવે! એ ચારિત્ર એટલા માટે પાળે કે ચારિત્રના પાલનથી દેવલોકનાં દિવ્યસુખ મળે! પણ મોક્ષ ન મળે! “એક જિંદગી સંયમનું થોડું કષ્ટ સહન કરીએ તો હજારો વર્ષનું દેવલોકનું સુખ મળે!” ચારિત્રનું લક્ષ સંસારનાં સુખ! મોક્ષ નહીં! સમ્યગ્દર્શન વિના મોક્ષ મળે નહીં. કોઈ શેઠ કહે : “વર્ષમાં એક મહિનો નોકરી કરવાની. પણ ૧૮ કલાક કામ કરવાનું. વચમાં જમવા માટે થોડો સમય મળશે, મામૂલી આરામ લેવાનો, રજા નહીં. કામ એક મહિનાનું, પગાર બાર માસનો આપવાનો! ૧૧ મહિના દુકાન પર આવવાનું નહીં બોલો, કેવી સરસ સર્વિસ કહેવાય? કોને કરવી છે? હાથ ઊંચા કરો! સભાઃ એક મહિનાની તો તકલીફ ખરીને? મહારાજશ્રી : તકલીફ? એક મહિનાની તકલીફ સામે જુઓ છો, ૧૧ મહિનાના આરામ તરફ તો જુઓ! આવી સર્વિસ અહીં તમારા નગરમાં આપનાર કોઈ નહીં મળે! આ ઓફર સારી નથી? “હા કે ના” તે તો કહો. ૧૧ માસ આરામ, ૧ માસ નોકરી! અમે આવી નોકરી આપવા તૈયાર છીએ! સાધુ જીવનમાં શું કષ્ટ છે? શું સાધુ દુઃખી છે અને તમે સુખી છો એમ માનો છો? સંસારથી મુક્ત થવું છે? સભા દુઃખી અમે, આપ તો સુખી! મહારાજશ્રી : “તો દુઃખી જ રહેવું છે? સુખી નથી થવું? ઝગડો થયો હોય તો જાઓ છો ને વકીલની પાસે? પ્લાન કરવો હોય તો શોધો છો ને આર્કિટેકને? ખાડો ખોદવો છે, તો બોલાવો છો ને મજૂર ને? લાઇટફિટિંગ કરવું છે, તો બોલાવો છો ને વાયરમેનને? તમે સંસારથી ઊખડી ન શકતા હો તો બોલાવોને અમને? આપો આમંત્રણ! ઉખાડી દઈશું! ઊખડવું છે આ સંસારમાંથી કે ચોંટી રહેવું છે? For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૦૯ ‘તમે કહો કે સંસારમાંથી અમને ઊખેડી નાખો!' જો નથી કહેતા તો એનો અર્થ એ થયો કે તમારે સંસારમાંથી નીકળવું નથી, સંસારમાં રહેવું છે! જેને પોતાના ઘરમાં લાઇટફિટિંગ કરાવવાનું જ ન હોય ત્યાં વાયરમેન જઈને ઊભો ૨હે તો? તમે શું કરો? કાઢી મૂકો ને? તમારે ટ્રીટમેન્ટ નથી કરાવવી અને ડૉક્ટર ટ્રીટમેન્ટ કરવા તમારે ત્યાં આવે તો? તમે શું કહેશો? ‘ડૉક્ટર સાહેબ, મગજ ઠેકાણે છે કે નહીં?' એમ તમને પૂછ્યા વગર અમે આવી જઈએ તો તમે શું કહો? ‘સાહેબ, ગોચરી લેવી હોય તો લો બીજી વાત ન કરો!' બરાબર ને? મોક્ષમાર્ગની આરાધના માટે સમ્યગ્દર્શન સર્વ પ્રથમ જરૂરી છે.... સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી જીવને સંસારમાં અર્ધ પુગલ પરાવર્ત કાળથી વધુ કાળ નહીં ભટકવાનું. બોધિબીજ વાવી દો : સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય એટલે જીવનવ્યવહાર બદલાઈ જાય. તમારો જીવનવ્યવહાર વિશુદ્ધ બને; નિર્મળ બને; જિનાજ્ઞાને સાપેક્ષ જીવન બને. અષ્ટદળ કમળમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, સાધુનું ધ્યાન ધર્યા પછી સિદ્ધપદ અને આચાર્યપદ વચ્ચે સમ્યગ્દર્શન-પદની સ્થાપના કરવી અને એનું ધ્યાન કરવાનું. સમ્યગ્દર્શન ગુણ છે. ગુણનું ધ્યાન ગુણી વિના ન થઈ શકે; માટે સમ્યગ્દર્શન ગુણવાળા ઉત્તમ આત્માઓનું ધ્યાન કરવાનું. શ્રેણિક, અર્હન્નક, સુલસા, કૃષ્ણ મહારાજા.... વગેરે મહાપુરૂષોનું ધ્યાન કરવાનું. વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા મુજબ જીવન જીવતાં સાધુ-પુરૂષો ઉપર અને કેવળજ્ઞાનીએ બતાવેલા ધર્મ પર શ્રદ્ધાવાન બની આત્મભૂમિમાં બોધિ-બીજ વાવી દો, એ જ શુભભાવના. For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ વ્યાખ્યાન નવમું ) સમ્યગૂજ્ઞાન-પદ પરમ ઉપકારી પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી રત્નશેખરસૂરિજી મહારાજા, શ્રીપાલકથાના પ્રારંભમાં અરિહંતાદિ, નવ પદોનું હૃદય-કમળમાં ધ્યાન ધરીને સિદ્ધચક્રજીનો મહિમા બતાવે છે. કર્મચક્ર અને સિદ્ધચક્ર : સિદ્ધચક્ર એક એવું અદ્ભુત ચક્ર છે, કે જે ચક્ર દ્વારા મનુષ્ય પોતાના કર્મચક્રનું ભેદન કરી શકે છે. કર્મચક્રના આરા આઠ હોય છે. સિદ્ધચક્રના આરા નવ હોય છે! કર્મચક્ર આઠ કર્મનું છે, સિદ્ધચક્ર નવ પદનું છે. અનંત અનંત કાળથી કર્મચક્ર આપણા આત્મા પર ફરતું રહ્યું છે, ફરતા રહેલા કર્મચકે આપણને બરબાદ કર્યા છે, આપણા ભાવ-પ્રાણનો નાશ કર્યો છે, હવે તે કર્મચક્રનો નાશ કરવો છે? તો એક જ ઉપાય છે, અને તે સિદ્ધચક્ર! કોઈ અપૂર્વ, અદૂભુત અને ગમે તેટલું સારું ચક્ર હોય, પણ તેને ફેરવતાં ન આવડે, નિશાન લેતાં ન આવડે, તો ચક્ર કાંઈ કામ કરી ન શકે, માત્ર શસ્ત્ર સારૂં હોય તેટલાથી શત્રુ ન જીતાય, શસ્ત્રને ચલાવતાં પણ આવડવું જોઈએ. કર્મચક્રને નષ્ટ કરો: સિદ્ધચક્રને ઘૂમાવતાં આવડવું જોઈએ. બરોબર ઘુમાવીને, નિશાન લઈને ફેંકવામાં આવે તો તે કર્મચક્રના ચૂરેચૂરા કરી નાખે! સિદ્ધચક્રને ઘુમાવવું એટલે સિદ્ધચક્રનું હૃદયકમળમાં ધ્યાન ધરવું! સિદ્ધચક્રનું ધ્યાન ધરતાં આવડી જવું જોઈએ! ધ્યાન કરતાં શીખી જાઓ. કર્મચક્રના ચૂરા થઈ જશે. કોઈ કહો “અરે રે! હું શું કરું? મારા પર કર્મોનો ભાર ઘણો છે!' આ પોકાર છે નિર્બળ આત્માનો. જેની પાસે સિદ્ધચક્ર ન હોય તે મનુષ્ય કર્મચક્રથી ભયભીત બનીને રડવા બેસી જાય. ડાકએ ઘેરી લીધા છે, સમજાવટ ચાલે તેમ નથી, તો શું કરો? પણ જો હાથમાં શસ્ત્ર હોય, રાયફલ હોય, અને હૃદયમાં શૌર્ય, વીરતા હોય તો તમે શું કરો? એક ડાકુ નહીં પાંચ-દશ હોય તો પણ પહોંચી વળે ને? શત્રના સંહારનું For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૧૧ સાધન ન હોય કે દૃઢ મનોબળ ન હોય તો તો હાય હાય જ! જેની પાસે મનોબળ છે, સામનો કરવાનું સાધન છે, તે કપાળે હાથ દઈને નીચી મુંડીએ બેસી ન રહે, તે તો વિચારે કે ‘શું હું માયકાંગલો છું? ડાકુ ભલે ને ગમે તેવો હોય! સામનો કરીશ.' કર્મચક્રને ખતમ કરવા સાધન તો સિદ્ધચક્રજી છે જ, પરંતુ દૃઢ મનોબળ જોઈએ. તે ન હોય તો ન ચાલે. મનોબળની ખાસ આવશ્યકતા છે. માનો કે શત્રુથી ઘેરાઈ ગયા છો, હતાશ, નિરાશ થઈ ગયા છો, ત્યાં ખ્યાલ આવે કે ‘ઘરમાં ટેલિફોન છે! લાઈન કપાઈ નથી!' તરત જ પોલિસને નંબર જોડશો ને? પોલિસ ઇન્સ્પેક્ટર કહે કે : ‘અચ્છા, પોલીસ પાર્ટી તુરત આવે છે!’ અને પોલીસવાનને આવતી તમે જુઓ, તો હિંમત વધી જાય ને? તમારી સહાયતામાં એવી શક્તિ આવી છે, જે ડાકુઓથી વિશેષ છે! ‘શત્રુથી અમારી શક્તિ વધુ છે,’ આ ખ્યાલથી મનોબળ મજબૂત બને છે. સિદ્ધચક્રના સહારે નિર્ભય બનો : ‘ફર્મ ગમે તેટલાં હોય, ગમે તેવાં હોય પણ મારી પાસે સિદ્ધચક્ર છે! હું કર્મચક્રથી ડરતો નથી! આ વિચાર કરો તો હિંમત આવી જશે. શ્રીપાલે ક્યારેય કર્મનો દોષ કાઢ્યો નથી. તેમને સિદ્ધચક્ર પર એટલો બધો વિશ્વાસ હતો કે ગમે તેવાં કષ્ટોમાં પણ તે હિંમત હાર્યા નહીં. મયણા ઘેર હતી. શ્રીપાલ પરદેશ હતા, પણ મયણાના હૃદયમાં શંકા, આશંકા, ભય કાંઈ ન હતું, તેની પાસે સિદ્ધચક્ર હતું! મનોબળ હતું. એટલું જ નહીં પણ તે સિદ્ધચક્રને ઘૂમાવી રહી હતી અને નિશાન લઈ રહી હતી! તે હમેશાં સિદ્ધચક્રની પૂજા કરતી, તેનું ધ્યાન કરતી હતી. ધ્યાન એટલે સિદ્ધચક્રને ધૂમાવવું અને પ્રાર્થના કરવી એટલે નિશાન તાકવું! પ્રાર્થના કરનાર વ્યક્તિ જે વ્યક્તિને માટે પ્રાર્થના કરતી હોય તે વ્યક્તિ પર તે પ્રાર્થના-બળની, આધ્યાત્મિક શક્તિની અસર થાય છે! મયણાની આરાધના શ્રીપાળની કુશળતામાં ને સફળતામાં નિમિત્ત હતી. સુદર્શન શેઠ સંકટમાં હતા. ત્યારે મનોરમા ઘરમાં રહીને નવપદનું, પંચ પરમેષ્ઠીનું નિશ્ચંત મને, નિર્ભયતાપૂર્વક, નિર્મળ હૃદયથી ધ્યાન ધરતી હતી. તેને સુદર્શન શેઠમાં લેશ માત્ર શંકા ન હતી. શંકાનો કીડો મનોબળ ફોલી ખાય છે! શંકાના કીટાણુઓ ભયંકર હોય છે, શ્રદ્ધાને પોલી કરી નાખે છે. શ્રદ્ધાના મર્મને, તેના ગર્ભને ખાઈ જાય છે. તેને પોકળ બનાવી મૂકે છે. શ્રી સિદ્ધચક્રની અર્ચિત્ય શક્તિ પ્રત્યે શંકાશીલ મનુષ્ય શું કહેશે? ‘સિદ્ધચક્ર મહાન છે એ ખરૂં, પણ અમારાં કર્મ ભારે હોય તો સિદ્ધચક્ર શું કરી શકે?' બસ, આ શંકા! For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું જેની મદદ લેવાની હોય તેની શક્તિમાં શંકા આવી જાય તો નિશ્ચિતતા ન મળે, સફળતા ન મળે. સહાયકની શક્તિમાં શંકા આવી એટલે મામલો ખતમ! સહાયકની શક્તિના અજ્ઞાનમાંથી આવી શંકા જન્મે છે! જેટલું આવશ્યક જ્ઞાન હોવું જોઈએ તે નથી; તે ન હોય એટલે ડગલે ને પગલે શંકા થાય! ઉપરચોટિયું જ્ઞાન ન ચાલે. તત્ત્વના ઊંડાણમાં જવું જોઈએ. અનુપ્રેક્ષા-જ્ઞાન શ્રદ્ધાભાવને પુષ્ટ કરે છે. તેવો શ્રદ્ધા-ભાવ દૃઢ હોય તો પછી ભલે ને દેવ દાનવ કે રાક્ષસ-વ્યંતર આવે! ભયંકર સર્પ કેમ ન આવે? તેનો શ્રદ્ધા-ભાવ અખંડ... નિઃશંક બન્યો રહેશે. જોઈએ જ્ઞાનમૂલક શ્રદ્ધા! સિદ્ધચક્રની શક્તિ માટે નિઃશંક બનો : ગારૂડીને પોતાની મંત્રશક્તિ પર શ્રદ્ધા હોય છે, તેથી સામે ગમે તેવો ભયંકર સર્પ આવે, છતાં તે ડરતો નથી! તેને પોતાની મંત્રશક્તિ પર સંપૂર્ણ વિશ્વાસ હોય છે; પરંતુ જે ક્ષણે તે વિશ્વાસ ડગે તે ક્ષણે સર્પ તેને મારે! સર્વ તત્ત્વોમાં કોઈ પણ રહસ્યભૂત તત્ત્વ હોય તો તે સિદ્ધચક્ર છે! નવપદ છે! આ તત્ત્વ પર આપણી શ્રદ્ધા નિઃશંક હોવી જોઈએ. નિઃશંકતા માટે જ્ઞાન હોવું જોઈએ, તે માટે જ્ઞાનપદની આરાધના કરવી જોઈએ. એ આરાધનામાં મુખ્ય છે ધ્યાન! જ્ઞાનપૂર્વક ધ્યાન ધરવાનું! જ્ઞાનપદનું ધ્યાન એટલે જ્ઞાની પુરૂષોનું ધ્યાન ધરવાનું. જ્ઞાનીપુરૂષોનો જ્ઞાનપ્રકાશ જોવાનો, નિર્મળ સમ્યગ્દષ્ટિ ચારિત્રવંત જ્ઞાનીપુરૂષોનું ધ્યાન ધરવાથી આપણા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય તો જ્ઞાન પ્રગટ થાય.... પ્રગટેલી જ્ઞાનની જ્યોતને જલતી રાખવા માટે હંમેશાં જ્ઞાની પુરૂષનું ધ્યાન ધરતા રહો. દીપક બુઝાઈ ન જાય, તેનું ધ્યાન રાખવું પડે! ઇલેક્ટ્રિક લાઇટમાં પણ ફ્યુઝ ઊડી ન જાય તેનું ધ્યાન રાખવું પડે ને? ધ્યાન રાખવું એટલે વિશેષ ખ્યાલ રાખવો! જગતની પ્રત્યેક ક્રિયામાં ધ્યાન આવશ્યક છે. રસોઈ ચૂલા પર બનતી હોય તો ચૂલો હોલવાઈ ન જાય તેનું ધ્યાન રાખવું પડે ને? રસોઈ દાઝી ન જાય તેનું ધ્યાન પણ રાખવું પડે! મા પોતાના બાળકને કહે છે, “કપડાં પહેરવામાં ધ્યાન રાખો.” પિતા પોતાના પુત્રને કહે છે, “બેટા પૈસા ખર્ચવામાં ધ્યાન રાખો.” શિક્ષક વિદ્યાર્થીને કહે છે, “ભણવામાં બરાબર ધ્યાન રાખો.” એવી રીતે તબિયતનું ધ્યાન રાખો, દુકાનનું ધ્યાન રાખો, ઘરનું ધ્યાન રાખો, મહેમાનોનું ધ્યાન રાખો....” એમ કેટલાં બધાં ધ્યાન રાખો છો? પણ સિદ્ધચક્રનું ધ્યાન રાખો છો? માતા, પિતા, શિક્ષક, વડીલ બધા શા માટે ધ્યાન રાખવાનું કહે છે? કામ બગડી ન જાય માટે ને? સિદ્ધચક્રમાં ધ્યાન નહીં રાખો તો આખી જિંદગી For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૧૩ બગડી જશે એ જાણો છો? એ પણ સમજો કે જેનું ધ્યાન સિદ્ધચક્રમાં લાગી ગયું તેનું જગતમાં કોઈ કાંઈ બગાડી શકતું નથી! શ્રીપાળ અને મયણાનું ધ્યાન : મયણાએ સિદ્ધચક્રમાં ધ્યાન લગાવ્યું. કેવી હતી તેની મનની નિર્મળતા? મનની પવિત્રતાએ શરીરને નીરોગી બનાવ્યું હતું, પરંતુ લોકો શું કહેતા હતા? “જુઓ, આ શરીર કોઢ રોગથી ઘેરાયેલું હતું, તે કેવું નીરોગી બની ગયું? કેવું સુંદર! શરીર પહેલાં તો મન સુંદર નીરોગી બન્યું હતું! પરંતુ લોકોનું ધ્યાન શરીર પર ગયું, મન પર નહીં! આ બહારની વાત યાદ રાખીને તમે આરાધના કરો છો ને? તમે બધાએ સ્ત્રી, ધન, શરીરસૌંદર્ય યાદ રાખ્યાં, અંદરના પરિવર્તનને ભૂલી ગયા! શ્રીપાળ-મયણાના મન પર, હૃદય પર, આત્મા પર સિદ્ધચક્રજીની કેવી અસર પડી હતી? મન કેવું નિર્મળ બન્યું હતું? હૃદય કેવી પ્રસન્નતા અનુભવતું હતું. આત્માનો ઉલ્લાસ કેવો હતો? આ બધું ભૂલી ગયા ને? ધ્યાન ધરવાથી શ્રીપાળને જે બાહ્ય સુખો મળ્યાં તે તમારે જોઈએ છે, પરંતુ અંદરની ચીજ મેળવવા ઇચ્છો છો? આંતરિક પરિવર્તન ચાહો છો? પહેલા સિદ્ધચક્રની આરાધના કરીને આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરો, પછી બહારની સિદ્ધિ તો ઓટોમેટિક મળી જશે! ખેડૂત ખેતરમાં બીજ વાવે, ઘઉં વાવે, તે શાના પાકની આશા રાખશે? ઘઉની ને કે ઘાસની? ઘાસની ઇચ્છા ન રાખે તો પણ ઘાસ મળે કે નહીં? વલોણું શા માટે કરો? ઘી અને માખણ માટે ને? છતાં છાશ તો મળે જ ને? વચલી વચલી વાત તો આપોઆપ મળે છે! તો સિદ્ધચક્રની આરાધના મનની નિર્મળતા માટે કરો. આત્માના સૌંદર્ય માટે કરો, બાહ્ય ધન, રૂપ વગેરે તો વગરમાંગે મળશે! વર્તમાન ક્રિયામાં લીન બનો : મારો પતિ નીરોગી-બને' આ વાત નવપદની આરાધના વખતે મયણા ભૂલી ગઈ હતી. તેણે આવી કોઈ ઇચ્છા કરી ન હતી. ઇચ્છારહિત બની હતી. પતિના વિચારો જો એણે કર્યા હોત તો તેની આરાધના ડહોળાઈ જાત. આરાધનામાં એકાગ્ર ન બની શકત. ફક્ત સિદ્ધચક્રજી! માત્ર નવપદ! એ સિવાય એને બીજું કોઈ ધ્યાન ન હતું. કોઈ પણ એક ધર્માનુષ્ઠાનની આરાધના વખતે બીજા ધર્માનુષ્ઠાનનો વિચાર ન કરવો જોઈએ. બાળકનું ધ્યાન જમતી વખતે રમતમાં હોય તો તે સરખી રીતે ખાઈ શકે For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું નહીં અને રમતમાં પણ કાંઈ ઉકાળી શકે નહીં! એક ધર્મની ક્રિયા કરતી વખતે બીજી ધર્મન્ધિાનું ધ્યાન ન રાખવું જોઈએ. તમારી ધર્મક્રિયાઓનાં છે ઠેકાણાં? ચિત્ત કેટલું ચંચળ? પ્રતિક્રમણ ચાલતું હોય ત્યારે પડિલેહણના વિચાર! પડિલેહણ કરે ત્યારે ‘જલદી કરો, દેવવંદન કરવાનું છે!' દેવવંદનની ક્રિયા ચાલતી હોય ત્યારે મંદિરે જવાનો વિચાર! મંદિરમાં ગયા તો ત્યાં વ્યાખ્યાનશ્રવણ માટે ઉતાવળ! વ્યાખ્યાન સાંભળતાં માળા ફેરવવાનો વિચાર! માળા ફેરવતા હોય ત્યારે બજારમાં જવાનો વિચાર! વ્યાખ્યાનમાં આવે ત્યારે વિચારે કે ‘ક્યારે જલદી પૂરું થાય!' કારણ? પેટ ભરવું છે! આ રીતે મનની ચંચળતા ધર્મક્રિયાઓને ચૂંથી નાંખે છે. માટે આપણે જે ધર્મક્રિયા કરીએ, તે ધર્મક્રિયા સિવાય આગળ-પાછળની કોઈ પણ ક્રિયાનો ખ્યાલ રાખવો ન જોઈએ. ધર્મક્રિયાના ભાવમાં ડૂબી જવું જોઈએ, તો જ ક્રિયામાં આનંદ આવે. વ્યાવહારિક ક્રિયાઓમાં ચંચળતા : સંસારની ક્રિયાઓમાં પણ મનની ચંચળતા સતાવે છે ને? હજુ પથારીમાંથી ઊઠ્યા, ત્યાં ચા પીવાનો વિચાર! ચા પીતાં પીતાં ‘અરે! નાહવાનું પાણી કાઢ્યું કે?' જલદી નાવું છે! નાહતાં નાહતાં રાડ પાડે ‘કપડાં કાઢ્યાં છે ને?' આમ નાહતી વખતે ધ્યાન કપડામાં! કપડાં પહેરતાં પહેરતાં લક્ષ જાય બજારમાં, શાકભાજી લેવામાં....! આમ એકે ચાલુ ક્રિયામાં ધ્યાન ન રહે એટલે ચા પીતાં પીતાં ઢોળાય! નાહતી વખતે શરીર પર પાણી નાંખવાને બદલે જમીન ૫૨ જ ઢોળતો જાય! કપડાં પહેરતી વખતે બુશશર્ટને બદલે કોટ પહેરી લે! જે ક્રિયા કરવાના હો તે ક્રિયામાં ધ્યાન ન રાખો તો ચાલુ ક્રિયા બગડે જ. નકામા વિચારોથી મુક્ત બનો : માતા, પિતા, કલાચાર્ય, વડીલ, ધર્મગુરુ-બધાં કહે કે ‘કોઈ કામ કરો તો ધ્યાનથી કરો’ ધ્યાન એટલે જે ક્રિયા કરતા હો તેનો જ વિચાર કરવાનો, અન્ય કોઈ વિચાર કરવો નહીં. પરંતુ વિચારોમાંથી છુટકારો પામવો અશક્ય લાગે છે ને? ભોજનની ક્રિયામાંથી છુટકારો પામવો સરળ, પણ ભોજનના વિચારમાંથી છૂટકારો પામવો મુશ્કેલ! એવી રીતે પાણી પીવાની ક્રિયા છોડવી સરળ, પણ પાણી પીવાના વિચારો? એમ કહેવામાં આવે કે ‘આજે રાત્રે ન ઊંઘો.’ તો ઊંઘવાનું છોડી આખી રાત જાગશો! પણ એમ કહેવામાં આવે કે ‘વિચાર ન કરો!’ તો પૂછશો : ‘સાહેબ, વિચાર ન કરું તો શું કરું?' For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શ્રી નવપદ પ્રવચન ગંદા વિચારોથી મુક્ત બનો : www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૫ સામાન્ય કક્ષાનો મનુષ્ય એમ જ સમજે છે કે ‘વિચારો તો આવે જ, તે કેમ છોડાય?' પણ તેને ખ્યાલ નથી હોતો કે વિચારો પણ છોડી શકાય છે! અપવિત્ર ગંદા વિચાર ન કરો. આત્માને મલિન કરે તેવા ક્રોધ, માન, માયા, લોભ, ચોરી, જૂઠ, પરિગ્રહ વગેરેના વિચારો છોડો, આવા અપવિત્ર, ગંદા વિચારોને મનોમંદિરમાં પ્રવેશવા જ ન દો. મનમંદિર પર બૉર્ડ લગાવો : ‘બેડ થોટ્સ, નો એડમિશન.' ખરાબ વિચારોને પ્રવેશ નથી!' જ્યાં પાવરહાઉસ હોય છે ત્યાં લખેલું હોય છે ને કે ‘હાઈવોલ્ટેજ, ડેન્જર' સ્પર્શ ન કરો, ભય! તેમ આપણે આપણા મનમંદિરના દરવાજે બોર્ડ લગાવવાનું. ‘Evil Thoughts, Danger' ગંદા વિચારો, ભય!' શહેરમાં જ્યાં ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે, ત્યાં બોર્ડ હોય છે: Dirty water, Danger,' અહીં ગંદું પાણી છે. ગંદા પાણીમાંથી રોગોના અસંખ્ય જીવજંતુ ઊડે છે, અહીં ન આવો... ભય છે. ‘ગંદા વિચાર ન કરો’-આવું બૉર્ડ કોણ લગાવી શકે? જ્ઞાની, જ્ઞાનીપુરૂષોને દરેક વખતે અશુભ વિચારોને પ્રવેશ ન કરવા દેવા માટે પોતાને સ્વયં રોકવા નથી પડતા. દરવાજા પર ચોકીદાર હોય છે.... તે જ કામ કરે છે. જ્ઞાનીપુરૂષ પોતાના ધ્યાનમાં મસ્ત રહે છે.... ‘કોઈ ખરાબ વિચાર પેસી ન જાય' એનું વારંવાર ધ્યાન જ્ઞાની ન રાખે. અશુભ વિચારોને રોકવાનું કામ ચોકીદારનું છે. ચોકીદાર કોના ઘરે હોય? શ્રીમંતને ત્યાં ને? રાજા મહારાજાને ત્યાં ને? મિનિસ્ટરને ત્યાં ને? જ્ઞાની પણ શ્રીમંત છે! રાજા છે! તમે જ્ઞાનધનથી શ્રીમંત નહીં બનો તો ચોકીદાર નહીં રાખી શકો, અને ચોકીદાર નહીં હોય તો કોઈ પણ ઘૂસી આવશે! માટે જ્ઞાન-શ્રીમંત બનવા જ્ઞાનથી રાજા, જ્ઞાનથી શ્રીમંત.... ધનવાન બનેલા એવા જ્ઞાની-પુરૂષોનું ધ્યાન ધરો. જેવાઓનું ધ્યાન ધરશો, તેવા બનશો! For Private And Personal Use Only કોનું ધ્યાન ધરશો? જ્ઞાની-પુરૂષનું ધ્યાન ધરો. તેવા એક જ્ઞાની-પુરૂષ છે જંબુસ્વામી. તેમનું ધ્યાન ધરી શકીએ. જંબૂસ્વામી : ગૃહસ્થાશ્રમમાં પણ જંબુસ્વામી કેવા જ્ઞાની હતા? તેમના મનમાં એક પણ Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું વિકારી વિચારનો પ્રવેશ ન થયો. સામે આઠ આઠ રૂપવતી સ્ત્રીઓ બેઠી હતી, જંબૂકુમારને રાગી બનાવવા માટે વિવાદ કરે છે. તેઓ નિર્ણય કરીને આવી છે. પછી બોલવા, ચાલવામાં કે વાદ-વિવાદ કરવામાં કાંઈ કસર રાખે? છતાંય જંબૂકુમારના મનમાં એક પણ ખરાબ વિચાર આવતો નથી! જંબૂકુમા૨ પર કોઈ અસર નહીં! કારણ? તેઓ જ્ઞાની હતા, તેઓ નિર્વિકારી રહ્યા. કેવી તેમની આત્મધ્યાનની મસ્તી! જરાય વિકાર નહીં, જ્ઞાની નિર્વિકારી રહી શકે! સિંહગુફાવાસી મુનિ : જ્ઞાન વિનાનો મનુષ્ય ભલે ચાર-ચાર માસના ઉપવાસ કરે, છતાં કોઈ ગૅરંટી નહીં કે તે નિર્વિકારી રહી શકે! પેલા સિંહ-ગુફાવાસી મુનિને જાણો છો ને? સ્થૂલભદ્રજીનું અનુકરણ કરવા કોશ્યાને ઘેર પહોંચ્યા. પરંતુ કોશ્યાનું મુખ જોતાં જ મોહિત થઈ ગયા, વિચલિત થઈ ગયા. ઊભા ઊભા કોશ્યાને પહેલી વખત જ જોઈ. માત્ર કેટલા શબ્દો સાંભળ્યા? ‘મહારાજ મારે ઘેર કેમ પધાર્યા?’ રૂપ જોયું, શબ્દ સાંભળ્યા અને ખતમ, વિકેટ ડાઉન! કોશ્યાએ કોઈ ફાસ્ટ બોલિંગ કરી ન હતી, હલકો બોલ ફેંક્યો હતો! છતાં સિંહ ગુફાવાસી મુનિની વિકેટ પડી ગઈ! તપ હતું, ચારિત્ર હતું, બધું હતું.... પણ જ્ઞાન ન હતું, ત્યાં ને ત્યાં મનોબળ તૂટી ગયું. કોગ્યા સામે લાચાર બની ગયા. સ્થૂલભદ્રજી : સ્થૂલભદ્રજીએ એક ચોમાસું કોશ્યાને ઘેર કર્યું હતું. કોશ્યાએ કોઈ કસર રાખી ન હતી. નૃત્ય કર્યાં. વિગઈઓથી ભરપૂર ભોજન તૈયાર કર્યાં, પરંતુ સ્થૂલભદ્રજી પર કોઈ અસર ન થઈ. કારણ શું? તેમનામાં જ્ઞાન હતું! જ્ઞાની તેનું નામ, જેના મનમાં વિકારો પ્રવેશી ન શકે, જ્ઞાની વિકારોને મનમાં પેસતાં રોકી શકે છે તેવા જ્ઞાની શ્રી સ્થૂલભદ્રજીના નામની માળા ફેરવો. જ્ઞાની પુરૂષનું ધ્યાન ધરવાથી તેમના જ્ઞાનની જ્યોત આપણામાં પ્રકાશ પાથરે છે. જીવને નિર્વિકારી બનાવે, અક્રોધી, અલોભી, અમાની, અમાયી બનાવે. વિષય-વિકારોને ખતમ કરે તેવું જ્ઞાન જોઈએ. માષતુષ મુનિ : એક આચાર્ય ભગવાને એક વૃદ્ધ માણસને દીક્ષા આપી. વૃદ્ધને કાંઈ આવડતું ન હતું. એટલું જ આવડે કે ‘ગુરુ-મહારાજ જે કહે તે કરવું' આટલું જ્ઞાન તેમનામાં હતું. આ પણ જ્ઞાન છે! સમર્પણભાવ જ્ઞાનની ચાવી છે! ચારિત્ર લીધું For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૧૭ પણ એક શબ્દ ય યાદ ન રહે. તમને થાય : “આવાને દીક્ષા અપાય?” હા, અપાય. સમર્પણભાવ હોય તો અપાય. મુંબઈમાં એક ટુડિયો છે, ત્યાં લખેલું છે: ‘તમે મોટું હસતું રાખો, બાકીનું અમે સંભાળી લઈશું!' ગુરુ-સમર્પણ અગત્યનું છે. એક વાર ગુરુ કહે, “આ કૂવો છે, કુદી પડો.” તો કૂદી પડવાનું! પછી શા માટે? કેવી રીતે?' પ્રશ્નો પૂછવાના નહીં. કાંઈ આવડે નહીં, ત્યારે ગુરુએ કહ્યું : “બે વાત ધ્યાન રાખો. બે પદનું જ્ઞાન આપ્યું: રોષ ન કરવો, રાગ ન કરવો! “મા ૫ મા તુષ.” વૃદ્ધ તો માંડ્યા બોલવા. માં રુષ, મા તુષ, મા રુપ મા તુષ, માપતુષ...મા તુષ...' ગુરુએ કહ્યું : “બરાબર નથી!' વૃદ્ધ શ્રમણ બોલ્યા : “મિચ્છામિ દુઃ ' ફરીથી ગોખવા માંડચા.. પાછી ભૂલ થઈ.... તો ફરીથી મિનિ કુવહું આમ કેટલાંય વર્ષો ચાલ્યું. પણ તે ભૂલ ન સુધરી શકી તે ન જ સુધરી શકી. ગુરૂ મહારાજે ખૂબ પ્રયત્ન કર્યો... ૧૨ વર્ષ વીતી ગયાં... ન તો ગુરૂને કંટાળો આવ્યો, ન તો શિષ્યને કંટાળો આવ્યો. પરિણામ શું આવ્યું? ભલે એમને જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ ન થયો, ક્ષય જ થઈ ગયો! કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું! જ્ઞાનોપાસના : હા, જ્ઞાનોપાસનામાં કંટાળો, નિરાશા, ઉદાસીનતા-આ બધાં તત્ત્વો બાધક તત્ત્વો છે. ભગવંતની આજ્ઞા એવી નથી કે આ બધું જ ભણી લો, પણ ભગવંતની આજ્ઞા એવી છે કે “અધ્યયનનો પ્રયત્ન ચાલુ રાખો.” જ્ઞાનાભ્યાસની મહેનત પૂરી જોઈએ. એમાં પ્રમાદ-આળસ ન ચાલે. જેમ સંસારીને શીધ્ર ધન ન મળે છતાં મેળવવાની મહેનત કરવામાં કચાશ રાખતો નથી તેમ સમ્યજ્ઞાન માટે યોગ્ય કાલ, વિનય, બહુમાન, ઉપધાનતપ, ગુરૂનો અનપલાપ, સૂત્ર, અર્થ અને તદુભયના અભ્યાસરૂપ આ આઠેય જ્ઞાનાચારનું પાલન અવશ્ય જોઈએ. માપતુષ મુનિનો સતત પ્રયત્ન કેવો સફળ થયો! બાર વર્ષ સુધી બે વાક્ય ગોખ્યાં, પણ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ન થયો, જ્ઞાન ન મળ્યું, શ્રુતજ્ઞાન ન મળ્યું, પણ કેવળજ્ઞાન મળી ગયું! સર્વધાતી કર્મોનો નાશ થયો! માપતુષ મુનિ વીતરાગ કેવળજ્ઞાની બની ગયા! જ્ઞાની બનવા માટે જ્ઞાની ગુરૂના ચરણે મન-વચન-કાયાથી સમર્પણ કરવું પડે. જ્ઞાનપ્રાપ્તિ માટે પ્રમાદ દૂર કરવો જોઈએ. સુસ્ત જીવો જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતા. 'विद्यार्थिनः कुतः सुखम्? सुखार्थिनः कुतो विद्या?' વિદ્યાર્થીને સુખ ક્યાંથી હોય અને સુખના અર્થીને વિદ્યા ક્યાંથી હોય? For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ હૃદયકમલ મેં ધ્યાન ધરત છું અમારા એક પરિચિત પંડિતજી બનારસમાં ભણતા હતા ત્યારની વાત છે. તેમણે પોતાની વાત કહી : “અમે કાશીમાં ભણતા હતા, ત્યારે ચોટલી ખીલા સાથે બાંધતા! જરા ઊંઘ આવે કે ચોટલી ખેંચાય! તેઓએ કહ્યું “રાતના બાર વાગ્યા સુધી અભ્યાસ કરવો પડતો. સવારમાં પાંચ વાગે ઊઠીને અભ્યાસ કરવા બેસવું પડતું!' તેઓ વિદ્યાના અર્થી હતા. આજે તેવા વિદ્યાર્થી નથી. ખરેખર જ્ઞાન પ્રાપ્ત કરવું નથી, ડિગ્રી મેળવવી છે! Qualification મેળવવું છે! જ્ઞાની દેખાવું છે, જ્ઞાની બનવું નથી. એથી જ્ઞાનનો આદર નથી, જ્ઞાનીનું બહુમાન નથી. કર્તવ્યનિષ્ઠા નથી. જ્ઞાની પુરુષોનો મહિમા કે પ્રભાવ ઓછો થઈ ગયો છે. પ્રાચીન કાળમાં ગુરુકુલવાસઃ ભારતમાં પ્રાચીન સમયમાં ગુરૂકુળ-આશ્રમો હતા. ત્યાં સામાન્ય વિદ્યાર્થીઓની સાથે રાજકુમારો પણ ભણતા. તે આશ્રમના ગુરૂજનો પહેલાં તો નવા આવનારા વિદ્યાર્થીઓ પાસે કેટલાક દિવસ મહેનત મજૂરી કરાવતા! આશ્રમ સાફ કરાવે, લાકડાં લાવવાનું કહે. પાણી ભરવાનું કહે! આથી વિનય, વિવેક, સેવાની તાલીમ મળતી હતી. તેમાં તૈયાર થયા બાદ પાસે બેસાડી શાસ્ત્રોનું જ્ઞાન આપતા હતા. એક કલાક જ્ઞાન આપતા, તે બાર કલાક જેટલું થતું હતું! વિનયપૂર્વક મેળવેલું જ્ઞાન ભલે અડધો કલાક મેળવ્યું હોય, તે બાર કલાક જેટલું બને! એક માસનું જ્ઞાન બાર માસ જેટલું થાય. એક વર્ષનું જ્ઞાન એક જિંદગીનું જ્ઞાન બની રહે. ગુરૂને પણ ભણાવવાનો મૂડ આવે ત્યારે બોલાવે! અડધી રાતે શિષ્યને જગાડી ગુરૂ કહેતા-“આવો, તત્ત્વ સમજાવું!” ગુરૂ તો માત્ર ચાવી લગાવતા. એ ચાવીથી શિષ્યનો જ્ઞાનભંડાર ખૂલી જતો. જ્ઞાન વાસ્તવમાં આત્મામાંથી પ્રગટ થાય છે. વિનય, ભક્તિ અને બહુમાન જ્ઞાન ખજાનાની ચાવીઓ છે. આજે તમારે ચાવી લગાવવી નથી અને તિજોરી ખોલી નાંખવી છે! લાત મારીને તિજોરી ઉઘાડવી છે ગુરૂની નિંદા, ગુરૂ પ્રત્યે દ્વેષ કરીને જ્ઞાન મેળવવું છે. માસ્તરોને કહે છે ને? પાસ ન કર્યા, તો પછી આવો બહાર! વર્તમાનકાળનાં વિદ્યાલયો? તમારી કૉલેજો અને સ્કૂલોમાં શિક્ષણ અંગે મીંડુ થઈ ગયું છે મીંડુ! કૉલેજમાં છોકરા-છોકરીને મોકલો છો ને? ભલે મોકલો પણ એ તમારા રહેવાના નથી! હાથ ધોઈ નાખવાના! આજે સ્કૂલ-કૉલેજો શિક્ષાનાં ધામ નથી રહ્યાં; બુરાઈઓનાં ધામ બન્યાં છે. ત્યાં નશા પણ થવા લાગ્યા! હા, ઘણા છોકરા-છોકરીઓ For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૧૯ ગાંજા-અફીણ વગેરે નશામાં ચઢી ગયા છે! સ્કૂલ કે કોલેજમાં ભણતાં છોકરાનાં ખીસામાંથી ચપ્પ પણ નીકળે ને? આ તો સામાન્ય વાત થઈ પડી છે. “એમ. એ.” થવા છતાં ભાષાનું જ્ઞાન નથી! વિષય પર Mastery-પ્રભુત્વ નથી! ચોરી કરીને, બદમાસી કરીને, અધ્યાપકને મારી-ડરાવીને પાસ થઈ જાય છે! બી. એ. ભણતા એક વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું કે એવો કયો દેશભક્ત હતો જેના બે પુત્રોને ભીંતમાં જડી દેવામાં આવ્યા હતા? વિદ્યાર્થીએ જવાબ આપ્યો : ભગતસિંહ જુઓ, જ્ઞાન! ભગતસિંહ નહીં, તે હતા ગુરૂ ગોવિંદસિંહ! તેમના બે પુત્રોને મોગલોએ જીવતા ને જીવતા ભીંતમા ચણી લીધા હતા. એક પાનાના હિન્દી લખાણમાં દશ ભૂલો! પછી અંગ્રેજી અને સંસ્કૃતની તો વાત જ શી? ધાર્મિક જ્ઞાન નહીં; વ્યાવહારિક જ્ઞાન પણ ક્યાં છે? કેળવણી સંસ્થાઓ જ્ઞાનપ્રાપ્તિનું સ્થાન ન રહી. મા, બાપ કે વડીલ જ્ઞાન આપતાં નથી... સંસારમાં કોઈ જ્ઞાન આપે નહીં, પછી ઉપાશ્રયમાં આવે, ત્યાં કેવી રીતે જ્ઞાન મળે? જ્યાં સુધી વિદ્યાર્થી અવસ્થા છે, ત્યાં સુધી આત્માનું જ્ઞાન... સમ્યગુજ્ઞાન પ્રાપ્ત કર્યું નહીં હોય તો તેનું ગૃહસ્થ જીવન સંતપ્ત બની જવાનું. માનસિક શાંતિ હણાઈ જવાની. આજનું શિક્ષણ અર્થપ્રધાનઃ છેલ્લાં દશ-પંદર વર્ષમાં થયેલાં આધુનિક લગ્નો-તેની તપાસ થઈ કે “તેમાં કેટલાં સફળ થયાં?' સફળ એટલે અંદરોઅંદર ઝગડે નહીં; વ્યવસ્થિત ગૃહસ્થ જીવન જીવે; સમજણપૂર્વક રહે; તેવાં કેટલા ટકા? ફક્ત ૧૦ ટકા. બાકીનાં ૯૦ ટકા લગ્ન ફેઇલ! કારણ કે ગૃહસ્થ જીવન જીવવા માટે જે જ્ઞાન મેળવવું જરૂરી હતું તે વિદ્યાર્થી અવસ્થામાં મળ્યું નહીં. ફક્ત સર્વિસ કરવા પૂરતું જ્ઞાન મળ્યું. ૨00-100 કમાઈ લે એટલું જ. માત્ર પૈસા જ જીવન છે? ના, પૈસા જ જીવન નથી. પૈસાને જ જીવન સમજનારાઓ જીવન હારી ગયા છે અને જીવન વેડફી રહ્યા છે. પૈસા હોવા છતાં જીવનમાં ઘોર અશાન્તિ અને ઘોર સંતાપ અનુભવી રહ્યા છે. વ્યાવહારિક જીવન જીવવાનું સાચું જ્ઞાન નથી. બીજા જીવો સાથે સદ્વ્યવહાર કરવાનું શિક્ષણ નથી. આત્માની ઓળખાણ નથી, પરમાત્મતત્ત્વ પ્રત્યે શ્રદ્ધાવિશ્વાસ નથી. ગુરુજનોનો સંગ નથી..... તો જીવન નિષ્ફળ ગયું સમજો. For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું સાધુ જીવનમાં પણ સંઘર્ષો કેમ? આજનાં છોકરા-છોકરીઓને બાલ્યકાળથી આવું કોઈ શિક્ષણ આપવામાં આવતું નથી... એટલે એમને દીક્ષા આપવામાં પણ વિચાર કરવો પડે! આજના કાળે જોઈને વિચાર કરીને દીક્ષા ન અપાય તો લેનાર અને આપનાર બંનેની શાંતિ ટકે નહીં. એનું દિમાગ, એના વિચાર, એની Choice-પસંદગી... કેવી છે? તે શું ઇચ્છે છે? તેનો Mood કેવો છે? આ બધું જોવું જોઈએ. એની સાથે ચારિત્ર જીવનની આરાધના, જ્ઞાન તરફની રૂચિ, સંયમ તરફની સદૂભાવના, અનુશાસન માનવાની તૈયારી, આ બધું જોવાનું. કોઈ આવીને કહે, “સાહેબ, દીક્ષા લેવી છે. અને મહારાજે દીક્ષા આપી દીધી! દીક્ષા લીધી એટલે વિહાર કરવો પડે ને? વિહાર કરવાનો આવે એટલે કહે : સાહેબ, મારાથી વિહાર તો નહીં થાય!' અમે કહીએ: કરવો પડશે!” પછી શું થાય? સંઘર્ષ! એ કહે : “મને તો આવી ઠંડી ગોચરી નહીં ચાલે!” અમે કહીએ : “ચલાવવું પડે!' તો શું થાય? સંઘર્ષ! એ કહે : “મને આવું શાક નહીં ભાવે' અમે કહીએ : “ગમે તે ચલાવવું પડે!” તો થાય? સંઘર્ષ! ભરાવાનું કહીએ, તો કહે : “મન નથી લાગતું!” ત્યાં સંઘર્ષ! “તપ કરો,” એમ કહીએ, ત્યારે કહે : “તપ થતું નથી.” તો ત્યાં સંઘર્ષ! આવા સંઘર્ષથી કેટલું ટેન્શન રહે? માથે કેટલો ભાર રહે? સામાન્ય રીતે કહેવાથી તપ કરે નહીં, વધુ કહેવાથી ગુસ્સે થાય! પ્રેરણા કરવાની પણ ખાસ ટૅકનિક હોય છે. શિષ્યની અભિરૂચિ કેવી રીતે જાગ્રત થાય, અભિરૂચિ પેદા કરવાની શક્તિ ગુરૂમાં હોવી જોઈએ! શિષ્યોનાં પોતાનાં કર્તવ્યો હોય છે, તેમ ગુરૂજનોનાં પોતાનાં કર્તવ્યો હોય છે! સહુ પોતાનાં કર્તવ્યો સમજે ? ઉત્તરાધ્યયન સૂત્ર અને આચારાંગ સૂત્ર વગેરે સૂત્રોમાં શિષ્યનાં કર્તવ્યો સમજાવાયેલાં છે, તેમ બૃહત્કલ્પસૂત્ર, વ્યવહારસૂત્ર વગેરેમાં ગુરૂજનોનાં કર્તવ્યો કહેવામાં આવેલાં છે. ગુરૂએ જેમ શિષ્યનાં કર્તવ્યો જાણવાનાં છે તેમ પોતાનાં કર્તવ્ય પણ જાણવાનાં છે! ગુરુ તો બની ગયા, પણ પોતાના કર્તવ્યોનું જ્ઞાન (ઉત્સ-અપવાદનું) ન હોય તો સંઘર્ષ થાય જ. જ્ઞાન એવું હોવું જોઈએ કે જે જ્ઞાન આપણા જીવનમાં સમતા, શાંતિ, પ્રસન્નતા પેદા કરે; મનને નિર્મળ કરે, વિકારોની ને વિકલ્પોની જાળને ખતમ કરે. પ્રાચીન સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ છે? કેવા હતા તે મહાપુરૂષો? કેવા હતા પુણ્યશાળી ગુરૂઓ? ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં તે ગુરૂજનો પગાર લેતા નહીં! નિઃસ્વાર્થ ભાવનાથી જ્ઞાનદાન કરતા હતા. For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શ્રી નવપદ પ્રવચન મંડનમિશ્ર અને નાવિક : www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૧ એક પ્રાચીન પ્રસંગ છે. મંડનમિશ્ર વિદ્વાન પંડિત હતા. તેમની પાસે ઘણા વિદ્યાર્થીઓ અધ્યયન કરતા હતા, મંડનમિશ્ર કોઈની પાસેથી કાંઈ પગાર લેતા નહીં. જેને જે આપવું હોય તે આપે. એક દિવસ એવું બન્યું કે મંડનમિશ્રના ઘરમાં ધાન્યનો એક દાણો પણ ન રહ્યો. માએ કહ્યું : 'બેટા, ઘરમાં અનાજનો દાણો પણ નથી! મંડનમિત્રે કહ્યું : ‘આજે ઉપવાસ કરીશું, મા!' માએ કહ્યું : ‘કાલનું શું?' મંડનમિશ્ને કહ્યું : ‘કાલે ધાન્ય મળશે તો ભોજન કરીશું; નહીંતર કાલે પણ ઉપવાસ'' ખૂબ સ્વસ્થતાથી જવાબ આપે છે. માતાથી ન રહેવાયું. તેમણે કહ્યું : ‘આવી દરિદ્રતામાં શા માટે જીવવું?' મંડનમિશ્ર બોલ્યા : ‘આપણે ક્યાં દરિદ્ર છીએ? આપણે જ્ઞાનધનથી શ્રીમંત છીએ. જ્ઞાનધનના શ્રીમંતને ધન કે ધાન્યની પરવા નથી હોતી!' કેવી સરસ વાત કરે છે! ધનના શ્રીમંતને જ્ઞાન અને ધર્મની પરવા નથી હોતી! માતા શું કહે? માતાએ કહ્યું : ‘આદર્શ તો સારો છે, પરંતુ મારી એક શિખામણ માની જા. તું રાજસભામાં જા. ત્યાં રાજાનાં ગુણગાન કર, રાજા એટલું ધન દેશે કે જિંદગીભર પછી ચિંતા નહીં, વળી રાજા ઇચ્છે છે કે મંડનમિશ્ર રાજસભામાં આવે. તારે માટે રાજાને ઘણું માન છે!’ For Private And Personal Use Only માતાનો આગ્રહ જોઈ, ઇચ્છા ન હોવા છતાં, મંડનમિશ્ર રાજસભામાં જવા નીકળ્યા. રસ્તામાં નદી આવી. નદીને પાર કરી સામે કાંઠે જવાનું હતું. નદીમાં પાણી હતું. નાવડી તૈયાર હતી. નાવિક ત્યાં બેઠો હતો, કેટલાક મુસાફરો નાવડીમાં બેસી ગયા. મંડનમિશ્ર બેસવા ગયા ત્યાં નાવિક બોલ્યો : કેમ પંડિતજી, પૈસા આપો.' મંડનમિશ્ર ; પૈસા તો નથી. નાવિક : તો નહીં જવાય. મંડનમિશ્ર : વગર પૈસે નહીં જવાય? નાવિક : તો પછી અમે ખાઈએ શું? Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું મંડનમિશ્ર : પણ મારી પાસે પૈસા નથી. નાવિક : તમારું નામ શું? મંડનમિશ્ર : લોકો મને “મંડનમિશ્ર' કહે છે. નાવિક : તમે મંડન મિશ્રજી? મંડન મિશ્રની આ શકલ? ક્યાં જવું છે? રાજાની સભામાં? મંડન મિશ્રાજી રાજાની ખુશામત કરવા જાય ખરા? આ તમે મંડન મિશ્ર! મહેરબાની કરીને આવી ખોટી વાત કોઈને ન કહેશો; અને મંડન મિશ્રજીના નામને કલંકિત ન કરશો.' આ વાત સાંભળીને મંડનમિશ્રની આંખમાં આંસુ આવી ગયાં. તેમને મનમાં થયું : “આ અજ્ઞાન ગામડિયો.... તેણે મને (મંડનમિશ્રને) પ્રત્યક્ષ જોયો નથી.... ફક્ત મારા વિશે સાંભળેલું છે. તેના મનમાં મંડન મિશ્ર માટે કેટલી ઊંચી કલ્પના છે?... મારે રાજસભામાં નથી જવું....”મંડનમિશ્ર મનમાં વિચારે છે, ત્યાં નાવિકે જોયું કે તેમની આંખમાં આંસુ આવી ગયાં છે, તેથી તે ગભરાયો.... તે બોલ્યો : 'હે ભૂદેવ, માફ કરો....... તમને નાવમાં મફત લઈ જઈશ, પાછા ન જશો! નારાજ ન થશો!. મંડનમિત્રે કહ્યું “ભાઈ, મંડનમિશ્રની તારી કલ્પનાને હું ખંડિત કરવા માગતો નથી. પેટ ભરવા ખાતર.... સરસ્વતીને વેચવા રાજસભામાં જઈશ નહીં.. હું તારા પર નારાજ નથી. તેં તો મને ભવ્ય પ્રેરણા આપી છે! નાવિક કહે “તો આપ જ મંડનમિશ્ર છો?' નાવિક મંડન મિશ્રના ચરણોમાં નમી પડ્યો; રડી પડ્યો. કેવા હતા એ જ્ઞાનના આરાધક અને ઉપાસક! પૈસાની કે પેટની ચિંતા કરે તો પછી એ જ્ઞાની કેવી રીતે? જ્ઞાનની આરાધના-ઉપાસના માટે મનુષ્ય આવા મહાપુરુષોને આદર્શરૂપે સ્થાપવા જોઈએ. વિદુષી સરસ્વતી : આ મંડન મિશ્રની પત્ની સરસ્વતી પણ મહાવિદુષી હતાં. શંકરાચાર્યને પરાજિત કરનાર મંડન મિશ્ર હતા. મંડનમિશ્ર અને શંકરાચાર્ય વચ્ચે વાદવિવાદ થયો, ત્યારે તેમના મધ્યસ્થ તરીકે સરસ્વતી બેઠા હતાં! કેવાં વિદુષી હશે? આ તો છે પૂર્વકાળની તેજસ્વિતા! પણ આજે? પતિ જ્ઞાનનો અર્થી તો પત્ની ધનની અર્થી! આવું કજોડું! અથવા પતિ ધનનો અર્થી તો પત્ની જ્ઞાનની અર્થી! આવું કજોડું! પત્ની પ્રતિક્રમણ કરવા જાય અને For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૩ શ્રી નવપદ પ્રવચન પતિ સિનેમા જોવા જાય! એક બીજાને સમજવાનું જ્ઞાન નહીં હોય, જ્ઞાન-દષ્ટિ નહીં હોય તો જીવન બરબાદ થતાં વાર નહીં લાગે. માટે જ વર્તમાન માનવજીવન લેશમય, પાપમય અને કષ્ટમય બનતું જાય છે. અમેરિકન જીવનપદ્ધતિ : અમેરિકાની સ્થિતિ જુઓ : ત્યાં છુટાછેડા વાતવાતમાં ત્યાં family life કૌટુંબિક જીવન નથી. બધાંય અલગ! છોકરા કે છોકરી ૧૬-૧૮ વર્ષનાં થાય પછી તેમને કોઈ કાંઈ કહી ન શકે. માતા-પિતા પણ કંઈ કહી ન શકે! માતાપિતાને કંઈ કહેવાનો અધિકાર નહીં! પોતાને ગમે તેની સાથે લગ્ન કરી શકે! નાપસંદ પડ્યું તો છૂટાછેડા! આખી જિંદગી mental worries, માનસિક ચિંતાઓથી હેરાના મનનું balance નથી રહેતું! મનની સમતુલા જળવાતી નથી! વિચારો, દુનિયાભરનું જ્ઞાન ત્યાં મળે છે, પણ પ્રસન્ન અને પવિત્ર જીવન જીવવાનું જ્ઞાન મળતું નથી. જે સમ્યજ્ઞાન જોઈએ તે મળતું નથી, જીવનનો સાચો આનંદ મળતો નથી. સમ્યગુજ્ઞાન અનિવાર્ય : પરમ સુખ અને પરમ શાન્તિ આપનારું જ્ઞાન પ્રાપ્ત નહીં કરો તો તમારી પણ આવી કઢંગી સ્થિતિ થવાની. સમ્યજ્ઞાન બધાંને મળે, નાના અને મોટા સહુને મળે, તેવી વ્યવસ્થા જલદી નહીં કરો તો પરિણામ ભયંકર આવશે. વૃદ્ધ અને યુવાન, તરુણ-તરુણી,-કિશોર-કિશોરી, બાળક ને બાલિકા, સહુને જ્ઞાન આવશ્યક છે. સમાજના હિતચિંતક, સંઘના હિતચિંતક આ અંગે વિચાર નહીં કરે, સંધને, સમાજને જ્ઞાન નહીં આપે તો ભવિષ્ય અંધકારમય છે. પરિસ્થિતિ હાથ બહાર જશે, આજે દેશનો કંટ્રોલ દેશના નેતાઓના હાથમાં રહ્યો નથી. હિંદુ સમાજમાં તેમના ધર્મગુરૂઓના હાથમાં લગામ રહી નથી. હજુ જૈન સંઘ પર ધર્મગુરૂઓનો પ્રભાવ છે, હજુ એવી વ્યવસ્થા ટકી છે કે હરકોઈ સારું કામ કરી શકે એમ છે; મર્યાદા, વિનય કાંઈક ટકેલ છે. પરંતુ હવે લાંબા ગાળા સુધી વધારે ટકે એવું લાગતું નથી. તમારા દીકરા-દીકરી જ્યાં જાય છે, તે સ્કૂલકૉલેજોમાં વિનય-મર્યાદા રહ્યાં નથી. જે ડોસાઓ છે, તે તો ચાલ્યા જવાના ને! તેમના સ્થાને યુવાન વર્ગ આવવાનો. તેમના દિમાગ, તેમના વિચાર.... આજે કેવા બની રહ્યા છે, તે તમે સમજો છો? તેઓ શું કરશે? તમે ધર્મસ્થાનોનું સર્જન કર્યું, તેઓ વિસર્જન કરશે! For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ જ્ઞાનદાનનું મહત્ત્વ સમજો : સભ્યજ્ઞાનનું દાન આપવામાં ધન તો ખર્ચાવાનું. દર મહિને ૧,૦૦૦ રૂપિયા ધાર્મિક શિક્ષણ માટે ન ખર્ચી શકો? બાર માસ માટે ૧૨ હજાર! ૫૨માત્મા જિનેશ્વર દેવના ઉપદેશો-આજ્ઞાઓનું જ્ઞાન આપવા માટે વર્ષે બાર હજારનો ખર્ચ વધુ ગણાય? હૃદયકમલ મેં ધ્યાન ધરત જે શ્રાવકસંધ પરમાત્માની ભક્તિ સુંદર કરે છે, જે સંઘ ધર્મિષ્ઠ ગણાય છે, તે સંઘ પરમાત્માની આજ્ઞાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે દશ-બાર હજાર ન ખર્ચી શકે? શું જ્ઞાનદાનમાં ધર્મ નથી? જ્ઞાન-દાનનો મહિમા જાણતા નથી? તમને શું થઈ ગયું છે? મારા પ્રત્યે તમને ભક્તિ છે, તો હું કહું તો સુકૃતમાં ખર્ચ કરો કે નહીં? તો જે પરમાત્મા પ્રત્યે તમને આટ-આટલી ભક્તિ છે, તેમની આજ્ઞા માનવાની નહીં? સમ્યગ્નાનની જ્યોત જલતી રાખો. છોકરા-છોકરીઓના વ્યાવહારિક જ્ઞાન માટે કેટલું ખર્ચ કરો છો? તમારા શહેરમાં જૈનોનાં ઘર કેટલાં? દરેક ઘર વ્યાવહારિક જ્ઞાન માટે દશ પંદર રૂપિયાનો ખર્ચ તો મહિને કરતો હશે ને? કેટલાંક ઘર છે ગામમાં? તો મહિને દશ હજારનો ખર્ચ થાય ને? બાર મહિનાના કેટલા થાય? લગભગ સવા લાખ! જે સંઘ પ્રતિ વર્ષ વ્યાવહારિક જ્ઞાન માટે સવા લાખ ખર્ચી શકે, તે સંઘ સમ્યજ્ઞાન માટે દશ-બાર હજાર ન ખર્ચી શકે? પહેલું કામ ધાર્મિક પાઠશાળાનું કેમ ન થાય? શું છોકરાઓને સમય મળતો નથી? ના રે ના, ટાઇમનો પ્રશ્ન જ નથી. તેઓ તેમનો સમય રખડવામાં કેટલો બગાડે છે? તે તમે જાણો છો? ધાર્મિક પાઠશાળા ચલાવવી હોય તો કોઈ સારા વિદ્વાન અધ્યાપક લાવો કે જેમની પ્રતિભા હોય, ભલે સારો પગાર આપવો પડે તો આપો. મહિને ૨૦૦૩૦૦ રૂપિયાનું ઇનામ રાખો. જુઓ, કેટલી સંખ્યા થાય છે! સ્ત્રી-પુરૂષો બધાં જ અધ્યયન કરે. દિવસમાં પાંચ કલાક પાઠશાળા ચાલે. ત્યાં નાના મોટા, સ્ત્રીપુરૂષો સાધુ-સાધ્વી બધાંનું અધ્યયન ચાલે. For Private And Personal Use Only કહેવાય છે કે મધ્યપ્રદેશમાં રતલામ જેવું ધાર્મિક શહેર નથી! તે માટે તમે લોકો ગૌરવ લો છો! તો શું એવા બાર શ્રીમંત નથી મળતા કે જેઓ વર્ષે એક હજાર રૂપિયા જ્ઞાનદાનમાં આપે? મને ખબર છે-દર વર્ષે કેટલાંય કાર્યો પાછળ તમારામાંથી કેટલાક ભાઈઓ પાંચ-પાંચ હજાર રૂપિયાનો ખર્ચ કરે છે, તે શું દર વર્ષે એક હજાર ન આપી શકે? ખાસ ધ્યાન આપવાની જરૂર છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૨૫ સમ્યજ્ઞાન માટે વિશેષ ખર્ચ કરવાની જરૂર જણાય છે. દર વર્ષે ૧,000 આપી શકે તેવા બાર શ્રીમંતો આગળ આવે. વધુ નહીં તો પાંચ વર્ષની યોજના કરો. એક હજારમાં સરસ કામ બની જાય. સરસ મકાન છે, તો વ્યવસ્થા પણ કરી શકાય. ધાર્મિક પાઠશાળાની વાત કરું તો લોહી ઠંડું પડી જાય છે ને? કે પછી ગરમ થાય છે? સમ્યજ્ઞાન શી રીતે આપશો? ધાર્મિક શિક્ષણ એટલે માત્ર ગાથા, સૂત્ર જ નહીં, સાથે સાથે જૈન શાસનનાંજૈન ધર્મનાં મૂળભૂત તત્ત્વો, જીવ વિચાર, બૃહસંગ્રહણી, ચૌદ રાજલોક,.... કર્મગ્રંથ, આચારમાર્ગ, ભાભય વગેરે ભણાવાય. જૈન ઇતિહાસની વાતો આપી શકાય. ઘણું ઘણું ભણાવી શકાય. પુય-પાપના સિદ્ધાંત જે સમજાવવામાં નહીં આવે તો દેશમાં ભયંકર અનર્થો થશે. સ્વર્ગ: નરક : પુણ્ય : પાપ : એક વખત એક યુનિવર્સિટીમાં નવ વ્યાખ્યાનો ગોઠવાયાં. બધી ફેકલ્ટીના -આર્ટ-ફેકલ્ટીના, સાયન્સ ફેકલ્ટીના, કૉમર્સ ફેકલ્ટીના નવ-દશ હજાર વિદ્યાર્થીઓ સમક્ષ વ્યાખ્યાનો થયાં. વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ ચાલતો; કેટલાંક વિદ્યાર્થીઓ મારી પાસે આવતા અને કહેતા કે “સાહેબ, અમને શીખવવામાં આવે છે કે “પુણ્ય-પાપ કાંઈ નથી! સ્વર્ગ-નરક તો માત્ર કલ્પના છે! લાલચ બતાવવા સ્વર્ગ કચ્યું. ભય બતાવવા નરકની કલ્પના કરી.” મેં એમને સારી રીતે પુણ્ય-પાપના સિદ્ધાંત સમજાવ્યા. સ્વર્ગ અને નર્કની સત્યતા સિદ્ધ કરી બતાવી.... ત્યારે તેઓએ કહ્યું : “સાહેબ, આવું અમને કોઈએ સમજાવ્યું જ નથી! સંસ્કારસિંચન માટે પાઠશાળા જરૂરી છે ? પુણ્ય અને પાપ પર શ્રદ્ધા ન રહી તો ધર્મ કોણ કરશે? પાંચ લાખના આ તમારા ઉપાશ્રયમાં કોણ આવશે? ‘ઉપાશ્રય હોલ સરસ છે. તો નાચવા માટે આપો!” નૃત્ય કાર્યક્રમો ઉપાશ્રયમાં યોજાશે! સામાજિક ને રાજકીય પરિસંવાદો ઉપાશ્રયમાં યોજાશે! ઉપાશ્રયો ક્લબો બની જશે ને તમારાં જ છોકરા-છોકરીઓ ક્લબ બનાવશે! સમજો, હૃદયના દરવાજા ખોલો, છોકરા-છોકરીઓને સંઘ સમ્યજ્ઞાન ન આપે તો તો પછી શું કરવાનું? જેને morning school સવારની શાળા છે, તે છોકરા-છોકરીઓ વ્યાખ્યાનમાં આવી શકે નહીં. રવિવારે બીજી For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૭ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું પ્રવૃત્તિઓ હોય છે, તો અમારી પાસે આવે ક્યારે? આથી સેંકડો છોકરાછોકરીઓનો સાધુ-સાધ્વી સાથેનો સંબંધ તૂટી જશે. માટે પરમેનન્ટ વ્યવસ્થા ધાર્મિક પાઠશાળાની હોય તો સવારે, બપોરે, સાંજે, રાત્રે છોકરા-છોકરીઓ આવી શકે. પાઠશાળાનું કામ રેગ્યુલર ચાલે. એ માટે બાર શ્રીમંતોનું ધન મળે અને બે ત્રણ કર્મઠ કાર્યકરો મળી જાય, એટલે કામ થઈ જાય. જીવનના પ્રારંભમાં સમ્યજ્ઞાન મળશે, તો તેમનું પાછળનું જીવન હૈયાહોળી, વગરનું હશે. તેમનું જીવન ધર્મમય, જ્ઞાનમય બનશે. પાપના ઉદયે દુઃખ આવશે તો પણ હતાશા-નિરાશ કે દીન-લાચાર નહીં બને. સુખનો ઉદય આવશે તો અભિમાની-ગર્વિષ્ઠ નહીં બને. આમ પાપ-પુણ્ય ઉભયના ઉદયમાં વિવેકથી સમતુલા જાળવી જીવનને સમાધિવાળું બનાવી ભાવિ ઉજ્વળ કરશે. આ યોજના અમલમાં મુકાઈ જાય તો આ ચાતુર્માસ સફળ! અહીં નવકારમંત્રની સુંદર આરાધના થઈ. આયંબિલ-ઓળીની આરાધના થઈ અને શ્રુતજ્ઞાનના ઉપધાન તપની આરાધના થઈ. હવે એના પર આ ધાર્મિક પાઠશાળાનો યોજનારૂપી કળશ ચઢાવી દેશો ને? શું કળશ ચઢ્યા વિના મંદિર પરિપૂર્ણ ગણાય? ઉપધાન પણ જ્ઞાનોપાસના માટે છે : ઉપધાન-તપ પણ જ્ઞાનની જ ઉપાસના છે. નવકારમંત્રનો અધિકાર પ્રાપ્ત કરવા, તેનું રહસ્ય સમજવા માટે અઢાર દિવસનું તપ છે. “ઈરિયાવહી અને તસ્સ-ઉત્તરી” સૂત્રનો અધિકાર પ્રાપ્ત કરવા, તેમનું રહસ્ય સમજવા માટે પછીના ૧૮ દિવસનું તપ છે. ત્યાર પછીના ચાર દિવસમાં “અરિહંત ચેઇયાણ' ને “અન્નત્થ-સૂત્ર'નો ને “વૈયાવચ્ચ”-સૂત્રનો અધિકાર પ્રાપ્ત થાય છે. વિચારો કરો કે આઠ સૂત્રના અધિકાર માટે વ્યક્તિ આટલું ધન ખર્ચે છે! એક પુણ્યશાળી હજારો રૂપિયા ખર્ચે છે, તો સમગ્ર સંઘ મળીને બે-ત્રણ લાખનું ફંડ ન કરી શકે? જ્ઞાનપદનું ધ્યાન શ્વેતવર્ણમાં કરવાનું છે. જ્ઞાન-જ્ઞાની પ્રત્યે બહુમાન જાગ્રત રાખીને એકાગ્ર બનીને જો ધ્યાન કરો તો તમે પણ જ્ઞાની બની શકશો. આજે આટલું જ. For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * વ્યાખ્યાન દશમું ) સમ્યગું ચારિત્રપદ પરમ ઉપકારી પૂજ્ય આચાર્યભગવંત શ્રી રત્નશેખરસુરિજી મહારાજા શ્રીપાલ કથાના પ્રારંભમાં હૃદયકમળમાં અરિહંતાદિ નવપદોનું ધ્યાન ધરીને સિદ્ધચક્રજીનો મહિમા બતાવે છે. સિદ્ધચક્રજીની આરાધના બે પ્રકારે છે : બાહ્ય આરાધના અને અત્યંતર આરાધના. આરાધનાના બે પ્રકાર : બાહ્ય આરાધનામાં આયંબિલ-તપ, દેવ-વંદન, સિદ્ધચક્ર યંત્રનું પૂજન, સાથિયા, ખમાસમણાં, પ્રદક્ષિણા વગેરે આવે છે. સિદ્ધચક્રની અત્યંતર આરાધના એટલે સિદ્ધચક્રનું ધ્યાન. બાહ્ય આરાધના આંતરિક આરાધનામાં જવા માટે છે. બાહ્ય આરાધના આંતરિક આરાધનામાં પ્રેરક છે. બાહ્ય આરાધનામાંથી આંતરિક આરાધનામાં પ્રવેશ કરવાનું લક્ષ્ય બનવું જોઈએ. જ્યાં સુધી આ લક્ષ્ય ન બન્યું હોય, ત્યાં સુધી બાહ્ય આરાધના આંતરિક આરાધનામાં લઈ જઈ શકતી નથી. શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ : સિદ્ધચક્રના પૂજનથી સિદ્ધચક્રજી તરફ હૃદયમાં શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ પેદા થાય છે અને ધ્યાનમાં આવશ્યક પણ આ ત્રણેય તત્ત્વો છે : શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ, પૂજામાં પૂજ્યના ચરણે સમર્પણ કરવાનું હોય છે. ત્યાગ પણ કરવાનો હોય છે. મનનો એક એવો સ્વભાવ છે કે જ્યાં તે સમર્પણ કરશે, જેને માટે ત્યાગ કરશે, તેના તરફ શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિવાળું તે બનશે. સિદ્ધચક્રનું પૂજન કર્યું, સિદ્ધચક્રનો જપ કર્યો, આયંબિલનું તપ કર્યો, એટલે સંસારના અસંખ્ય વિષયોમાં ફેલાયેલા મનનું સ્થિર કેન્દ્રીકરણ થયું. આડાઅવળા ભટકતા મનને ખેંચી લાવીને સિદ્ધચક્ર પર સ્થિર કર્યું! હવે જો પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિ જાગ્રત થઈ હોય તો સિદ્ધચક્રના ધ્યાનમાં ખૂબ જ આસાનીથી પ્રવેશ થઈ શકશે. For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું મનને જ્યાં શ્રદ્ધા છે, જ્યાં પ્રેમ છે, જ્યાં ભક્તિ છે, ત્યાં ધ્યાન સરળ, સહજ અને નિશ્ચિત રૂપે થાય છે. જીવનની કોઈ પણ ક્રિયા હોય, મન તો એમાં જ એકાગ્ર બનશે, જો એને એ ક્રિયા પ્રત્યે શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ હશે તો. છોકરાને પરમાત્મા જિનેશ્વર તરફ શ્રદ્ધા જ નથી, અને તેને કહો કે મંદિરમાં જા,' તે જશે, પણ એનું મન પરમાત્મામાં સ્થિર નહીં જ બને. બાળકને માતા પ્રત્યે ભક્તિ નથી, પછી માતા ગમે તે કહેશે તો પણ તે માનશે નહીં; કદાચ તે માનશે, તો એક આજ્ઞા માનશે, ૯૯ આજ્ઞાનો ભંગ કરશે! શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ વિના સિદ્ધચક્રની આરાધનામાં તમે સ્થિર નહીં બની શકો. સિદ્ધચક્રની આરાધનામાં સ્થિરતા પ્રાપ્ત કરવા શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ ઊભરાવાં જોઈએ. એ શ્રદ્ધા વગેરે સામાન્ય કોટિનાં નહીં ચાલે. દુનિયામાં સહુથી વધારે શ્રદ્ધા સિદ્ધચક્ર ઉપર જોઈએ, સહુથી વધારે પ્રેમ અને ભક્તિ જોઈએ; અર્થાત્ અનન્ય શ્રદ્ધા વગેરે જોઈએ. સિદ્ધચક્રનું ધ્યાન કેમ નહીં?: સિદ્ધચક્રજીની માત્ર બાહ્ય આરાધના કરીને સંતોષ માનવાથી નહીં ચાલે. અમે હંમેશ સિદ્ધચક્રજીની પૂજા કરીએ છીએ,’ માત્ર પૂજનથી સંતોષ માનો છો ને? પણ એટલાથી ન ચાલે. એક વ્યક્તિને જમવાનું આમંત્રણ આપો, તે આવે, આસન પાથરો, પાટલો મૂકો, થાળી મૂકો, ભોજન પીરસો અને પછી કહો : “બસ, કામ પૂરું થયું. હવે ઊભા થઈ જાઓ.’ તો તેને તૃપ્તિ થશે? અરે, તેનું મુખ્ય કામ તો હવે આવે છે. ભોજન કરવાનું! તેમ તમે આયંબિલનું તપ કરો. ખમાસમણા દો, સાથિયા કરો...... સિદ્ધચક્રનું પૂજન કરો, નૈવેદ્ય ચઢાવો, ફળ ચઢાવો, બધું કરો... પણ ધ્યાન ન ધર! બધું કરીને જે કરવાનું છે.... જ્યાં પહોંચવાનું છે, ત્યાં ન પહોંચો તો બધું કરેલું શું કામનું? સંસારની દરેક ક્રિયા પૂર્ણ કરવા આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ સિદ્ધચક્રની આરાધના પૂર્ણ કરવાનું કેમ રહી ગયું? તેનાં કારણો છે : કાં તો બાહ્ય આરાધનામાંથી આંતરિક આરાધનામાં પ્રવેશ કરવાનો માર્ગ નથી મળ્યો, અથવા તે માર્ગ આપણને બતાવવામાં નથી આવ્ય અથવા કોઈએ માર્ગ બતાવ્યો તો આપણે આપણી અશક્તિ બતાવી! એમ કહે છે કે : જઈએ તો વધુ નૈવેદ્ય ધરાવીએ, વધારે ફળ મીઠાઈ ધરાવીએ.... પણ ધ્યાન તો ખૂબ જ કઠિન છે. એ નહીં થાય.' કઠિન? કઠિન જરૂર છે, પણ અશક્ય નથી. For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૨૯ ધ્યાન ક૨વાનો અભ્યાસ કરવો જોઈએ. વર્ષે, બે વર્ષે, પાંચ વર્ષે જરૂર પ્રગતિ થાય. માટે સિદ્ધચક્ર પર મનને સ્થિર કરવા ત્રણ વાતો જરૂરી છે : પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિ. હૃદયમાં આ ત્રણ વાતો આવી જાય તો સિદ્ધચક્રના ધ્યાનમાં સ્થિરતા સહજ રૂપે અને સરળતાથી આવી જાય. સિદ્ધચક્રજીની અત્યંતર સાધનામાં પ્રવેશવાનું લક્ષ બનાવો. સિદ્ધચક્રનું ધ્યાન, નવપદનું ધ્યાન જે કરવાનું છે, તે માટે કમળની કલ્પના ફરો. આઠ પાંખડીવાળા કમળની કલ્પના કરો અને એ કમળમાં સિદ્ધચક્રજીનું ધ્યાન ધરો. ઉપાધ્યાયની પાંખડી અને સાધુપદની પાંખડી વચ્ચે જે પાંખડી છે, તેમાં ચારિત્રપદનું ધ્યાન ધરવાનું છે! આજે ચારિત્રપદનું ધ્યાન ધરવાનું છે ને? કેવી ૨ીતે ધરશો? તે પદનું ધ્યાન કેવી રીતે ધરાય? ચારિત્રવંતનું ધ્યાન ઃ જેનામાં ચારિત્ર હોય, ચારિત્રના ગુણ જેનામાં હોય, તેવા ચારિત્રવંત વંદનીય સાધુપુરુષનું ધ્યાન ધરવાનું. ચારિત્રવંતનું ધ્યાન ધરવા માટે મહાન ચારિત્રવંત આત્માનો પરિચય જોઈએ! જેણે ઉત્તમ ચારિત્ર પાળેલું હોય, જે આત્મા મહાન સંયમી હોય એવા મહાપુરુષનું ધ્યાન ધરવાનું. આત્મા ચારિત્રના માધ્યમથી મહાત્મા બને છે. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, અને પરિગ્રહ-આ પાંચ પાપોનો સર્વથા આજીવન ત્યાગ કરનાર આત્મા ચારિત્રવંત કહેવાય. તમે પાપોનો આંશિક ત્યાગ તો કરી શકો ને? હિંસાનો સંપૂર્ણ ત્યાગ શક્ય ન હોય તો આંશિક ત્યાગ કરો. સંસારમાં સર્વથા અસત્યનો ત્યાગ ન કરી શકો તો અમુક અંશે તો જરૂ૨ ત્યાગ કરી શકાય. તેવી રીતે ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ આ પાપોનો અલ્પમાત્રામાં પણ ત્યાગ કરી શકો ને? પાપોનો ત્યાગ એ જ મહાનતાનો માર્ગ છે. જે પાપોને પાપ ન માને; જેના જીવનમાં ભરપૂર પાપાચરણ હોય, પાપોનો ત્યાગ કરવાની કોઈ ઇચ્છા જ ન હોય.... તો તેને જૈન જ કેમ કહેવાય? પાપોનો ત્યાગ જેને ગમે નહીં; તેને ચારિત્રવંત ગમે નહીં. બિનજરૂરી પાપોનો ત્યાગ તો કરો : પહેલાં અનાવશ્યક પાપોનો તો ત્યાગ કરો! પછી સંસારનાં આવશ્યક પાપોના ત્યાગની વાત! આવશ્યક એટલે ચૂલો સળગાવવો પડે, રસોઈ બનાવવી પડે.... વગેરે. તેમાં પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયના જીવોની વિરાધના થાય છે, પણ તે સકારણ છે! પરંતુ અનાવશ્યક પાપો તો For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦. હૃદયકમલ મેં ધ્યાન ધરત હું છોડી શકાય ને? જીવનમાં ક્યા ક્યા પાપ અનાવશ્યક છે, તેનું લિસ્ટ કરો, તેનો ત્યાગ કરવાનો સંકલ્પ કરો. કરશો ને? પાપત્યાગનો પ્રારંભ થયો તો સમજવું કે મહાનતાનો પ્રારંભ થયો! સંયમના બે પ્રકાર : સંયમ બે પ્રકારનાં છે : દેશ સંયમ અને સર્વ સંયમ. દેશ સંયમ એટલે અલ્પ માત્રામાં સંયમ અને સર્વ સંયમ એટલે સંપૂર્ણ સંયમ. ચારિત્રપદના ધ્યાનમાં જે મહાપુરૂષોનું ધ્યાન ધરવાનું છે, તે સંપૂર્ણ સંયમી સાધુ પુરૂષોનું ધ્યાન ધરવાનું છે. જેમણે પાંચેય પાપોનો ત્રિવિધ ત્રિવિધે ત્યાગ કરેલો હોય. મનથી પાપ ના કરે, ન કરાવે કે ન અનુમોદના કરે; વચનથી પાપ ન કરે, ન કરાવે કે ન અનુમોદના કરે; કાયાથી પાપ ન કરે, ન કરાવે કે ન અનુમોદના કરે. આ પ્રમાણે ત્રિવિધે-ત્રિવિધ પાપનો ત્યાગ કરે. મનથી પાપ ન કરે, મનથી પાપ ન કરાવે, મનથી પાપ માટે અનુમોદના ન કરે, એટલે શું? દા. ત. મનથી હિંસાનો ઓર્ડર આપે! જાણે પોતે કમાન્ડર બની ગયો! ઑર્ડર આપે “ફાયર' “ગોળીઓ છોડો!' “મારી નાંખો!' આ મનથી પાપ થયું! સાધુપુરૂષ મનથી આવું પાપ ન કરે. - બિછાનામાં હોય. ટી. બી. થયેલો છે. થર્ડ સ્ટેજ છે, પથારીમાંથી ઊતરી શકતો નથી.... તો મનથી પાપ કરાવે! કેવી રીતે? મનમાં ગડમથલ કરે.... બીજા પાસે પાપ કરાવવાના વિચારો કરે... અને પાપ કરાવી દીધું... એવી કલ્પનાઓ કરે... અને પછી મનથી જ એની ખુશી અનુભવે! સાધુપુરૂષ... ચારિત્રવંત પુરુષ આ રીતે મનથી પાપ કરાવે નહીં કે અનુમોદના કરે નહીં. આવી રીતે વચનથી અને કાયાથી પાપ કરે નહીં, કરાવે નહીં અને અનુમોદના કરાવે નહીં. પાપોની અનુમોદના ન કરો : આજના છાપાઓના યુગમાં, જેની સાથે કાંઈ જ લેવા-દેવા ન હોય તેવાં પાપોની અનુમોદના વધી ગઈ. જેની સાથે તમારે કોઈ જ સંબંધ ન હોય, છતાં અનુમોદના કરો ને? કોઈ હિંસાની ઘટના છાપામાં વાંચી કે “સારું થયું! આવું થવું જ જોઈતું હતું.” બોલી જાઓ ને? બોલો નહીં, મનમાં આવી જાય, તો પણ પાપોનાં બંધન થઈ જાય છે-તે જાણો છો ને? For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૩૧ અમેરિકાએ વિયેટનામને ખલાસ કર્યું, તેમાં તમને શા માટે આનંદ આવે? કોઈ શત્રુદેશ હોય, ત્યાં કાંઈ ખરાબ થાય તો તમને શું થાય? ‘આવું જ થવું જોઈતું હતું!’ આવી નિરર્થક અનુમોદના કરવાથી તમને શો લાભ? તમને કોઈ વડા પ્રધાન બનાવી દેશે? કોઈ સારૂં ઇનામ મળશે? ના. જો કદાચ ઇનામ મળવાનું હોય અને તમે પાપની અનુમોદના કરતા હોય, તો કદાચ માનીએ કે સ્વાર્થને વશ થઈને આ કર્યું; પણ જ્યાં કોઈ ઇનામ મળવાનું નથી, ત્યાં શા માટે પાપોની અનુમોદના? પાપોનો સર્વથા ત્યાગ કરવા માટે જ સાધુજીવન : સાધુજીવનમાં આ પાંચ મહાપાપોનો મનથી, વચનથી, કાયાથી ત્રિવિધે ત્રિવિધે ત્યાગ કરવાનો હોય છે. દીક્ષા લેતી વખતે સંકલ્પ-(પ્રતિજ્ઞા) કરવાનો હોય છે કે ‘હું પાપ કરીશ નહીં, કરાવીશ નહીં, કરનારની અનુમોદના કરીશ નહીં', આ સંકલ્પ મનોમન નહીં પણ અરિહંત ભગવંતની સાક્ષીએ, સિદ્ધની સાક્ષીએ, સાધુઓની સાક્ષીએ, સમ્યગ્દષ્ટિ દેવોની સાક્ષીએ તથા સ્વયં આત્માની પૂર્ણ સંમતિથી પ્રતિજ્ઞા કરે, મહાવ્રત ધારણ કરે. ‘લીધેલાં મહાવ્રતને ધક્કો ન લાગે-કલંક ન લાગે’ તેનું ધ્યાન રાખે. અતિચાર ન લાગે, એનો ખ્યાલ રાખે. કપડાં ધોયેલાં હોય, તેના પર ડાઘ લાગે તો ગંદાં થાય ને? તેમ જાણતાંઅજાણતાં કોઈ દોષનું સેવન થાય તો મહાવ્રતોને ડાઘ લાગે. મહાવ્રતોને અતિચારો ન લાગે, તેની સાવધાની રાખે. મહાવ્રતોને ધારણ કરનારા આત્મા કેવા હોય? તેમનામાં સત્ત્વ મહાન હોય, મનોબળ દૃઢ હોય, પાપોનાં ગમે તેવાં પ્રલોભન આવે, તે પહેલાં પોતાનાં મહાવ્રત સંભાળે! પછી બીજી વાત કરે. મહાવ્રત જ્યાં કલંકિત થતાં હોય, ભલે બીજી ત૨ફ ભૌતિક દૃષ્ટિથી-સ્થૂલ દૃષ્ટિથી સંસારના લાભ થતા હોય, મુનિને તે લાભ નહીં લાગે! જ્યાં લોકોપકારની વાત છે, ત્યાં જરૂ૨ સાધુ ઉપકાર કરે; તેમની ભાવના જીવોનું કલ્યાણ કરવાની હોય. તેમના દિલમાં જીવો પ્રત્યે દયા-અનુકંપા હોય, પણ જે કોઈ કામ કરવાનું હોય તે સાધુજીવનની મર્યાદામાં રહીને જ કરે. મર્યાદાનું ઉલ્લંધન ન કરે. સાધુ પહેલાં સ્વયં સાધક, પછી પ્રભાવક. પહેલાં આચાર પછી પ્રચાર. પોતાની સાધુજીવનની સાધના સાચવીને પછી ધર્મનો પ્રચાર કરે, પણ પ્રચાર માટે પોતાની સાધનાના ક્ષેત્રમાંથી બહાર ન નીકળી જાય. ‘હવે યુગ પલટાયો છે. જમાનો બદલાયો છે, તો સાધુએ બદલાવું જોઈએ’. બદલાવું એટલે શું? સાધુએ સાધુપણું ત્યજી દેવું એ બદલાવું? For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ - હૃદયકમલ મેં ધ્યાન ધરત હું આજે કેટલાક કહે છે : “દેશકાળ બદલાયો છે. માટે સાધુએ પૈસા રાખવા જોઈએ, લગ્ન કરવાં જોઈએ, ટ્રેઇનમાં બેસવું જોઈએ, વિદેશમાં જવું જોઈએ? વગેરે વગેરે. તમારા લોકોને કેવા સાધુ જોઈએ છે, એનો વિચાર કરો! આવું બોલનારા પંડિતો હવે પેદા થયા છે! આવી વાતો એમને કેવી રીતે સૂઝી, એ જાણો છો? આવાઓની દૃષ્ટિમાં ઈસાઈ ધર્મ છે! પહેલાં યુરોપમાં રોમન કેથોલિક ધર્મ હતો, તેમાંથી પ્રોટેસ્ટન્ટ' નીકળ્યા! આ પ્રોટેસ્ટન્ટ ધર્મમાં ધર્મગુરુને કોઈ નિયમ નહીં! બંધન નહીં! તેમના સાધુઓને માત્ર પ્રચાર કરવાનો! સાધુ એટલે માત્ર ધર્મના પ્રચારક! ભલે સાધુતાના આરાધક ન હોય, ચાલશે ને? મોક્ષમાર્ગ શું છે? મોક્ષમાર્ગની આરાધના શું છે, એ કંઈ જ તમારે સમજવું નથી! એટલે જ આજે ઠગો ફાવી જાય છે. આજકાલના ભગવાનો! હમણાં નવા નવા ભગવાન પેદા થયા છે ને? પહેલાં તો મંદિર, સાધુ... નિયમો, વેશ.... બધું છોડવાનો ઉપદેશ આપ્યો! હવે તેમને થયું, “આપણે ભગવાન બનવું છે, શિષ્યો તો જોઈએ! તો માંડવ્યા કંઠી બાંધવા! તે કંઠીના પેન્ડલમાં પોતાનો ફોટો! સાધુ બનવા માટે માત્ર ભગવાં કપડાં પહેરવાનાં! બાકી બધું તમે કરી શકો! ફક્ત ભગવાં કપડાં પહેરવાનાં અને એ ભગવાનનો પ્રચાર કરવાનો! આવી કંઠી તમારા શહેરમાં પણ કેટલાંકે બાંધી છે ને? ધતિંગ સિવાય બીજું શું છે? બુદ્ધિશાળી દુનિયાને ઠગવાનો એવો પ્લાન બનાવ્યો છે કે ભણેલાં ગણેલાં બુદ્ધિશાળી પણ આ ચક્રમાં ફસાઈ ગયા! હા, જેમણે અંદરની પાપલીલા જોઈ, તેઓ પાછા વળી ગયાં. ભારતમાં એક વખત “વામપંથ' ચાલતો હતો, તેની આ નવી આવૃત્તિ છે! માત્ર વિષયવાસનાનો ઉન્માદ! નાચવું અને કૂદવું! ધ્યાનના નામે નગ્ન બનવું! ઓછું ધતિંગ છે? ગુજરાતના એક ગામમાં ઈમિટેશન-બનાવટી ભગવાન પહોંચ્યા! બહાર બગીચામાં એમનું ધતિંગ ચાલી રહ્યું હતું... છોકરા-છોકરી Dim Light ઝાંખા પ્રકાશમાં નાચે, કૂદે, કપડાં ઉતારે! ગામ લોકોને ખબર પડી-લાકડી લેતા ને સો-બસો પહોંચ્યા. રાતોરાત તેમને ભગાડ્યા! યુગને નામે, જમાનાના નામે જે દુનિયાના પ્રવાહમાં તણાયો, તે તો મર્યો સમજે. કોઈ કહે છે કે : “એમાં શું? લોકોને તો લાભ થાય છે ને? ધર્મનો પ્રચાર થાય છે ને? ભલે સાધુને છૂટછાટ લેવી પડે.” જો આ રીતે સાધુસંસ્થા પોતાના આચાર-વિચારમાં ઢીલ છોડશે, તો પછી પુનઃ યતિયુગ આવશે! For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૩ શ્રી નવપદ પ્રવચન કંચન અને કામિનીનો પ્રવેશ : સો-બસો વર્ષ પહેલાં શિથિલતા આવી હતી, યતિયુગ આવ્યો હતો. યતિ પૈસા રાખતા, પગમાં બૂટ પહેરતા, વાહનમાં મુસાફરી કરતા, પણ એટલી દઢતા હતી કે સ્ત્રીને સ્પર્શ કરતા ન હતા. જો કે છેલ્લે છેલ્લે એ વાત પણ જતી રહી હતી. જેમ જેમ શિથિલતા આવે, તેમ તેમ કંચન અને કામિનીનો પ્રવેશ થાય જ. કામિની આવે એટલે કંચન આવે! યતિ ઘરબારી થયા. સમગ્ર ભારત દેશમાં આઠ-દશ સાધુ જ સંયમનું ચુસ્ત પાલન કરનારા રહી ગયા હતા. ત્યાં શ્રી સત્યવિજયજી પંન્યાસે ક્રિયોદ્ધાર કર્યો અને સંયમી સાધુ-વર્ગ વધવા માંડ્યો. હવે પાછું શિથિલાચારને ઉત્તેજન મળવું શરૂ થઈ ગયું છે! બખડજંતર ચાલુ છે? કારણ? તમે ગૃહસ્થાશ્રમીઓને ચારિત્ર શું છે? મહાવ્રતો શું છે? સાધુતા શું છે? તેનું જ્ઞાન છે ખરું? બતાવશો સાધુનાં મહાવ્રતો કેટલાં? ક્યાં ક્યાં? “પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ' એટલે શું? કદાચ તેમના નામ તમારામાંથી બે-ચાર બતાવી શકશો પણ સૂક્ષ્મતાથી અને વિસ્તારપૂર્વક પુછાય તો કોણ જવાબ આપશે? તમે સાધુજીવનના આચાર અને વિચારનું જ્ઞાન મેળવવું બંધ કર્યું છે. તમે કહેશો “અમારે શું લેવાદેવા? અમારે તો સાધુનાં કપડાં પહેર્યા એ સાધુ! એમના આચાર-વિચાર એ જાણે!” એમ જ ને? સંઘના આગેવાન કેવા હોય? સાધુજીવનનું જ્ઞાન શ્રાવક-શ્રાવિકાને ન હોય તો તે સાધુ-સાધ્વીની સાધનામાં સહાયક ન બની શકે. અરે! સંઘના કે સમાજના આગેવાન ગણાતા લોકોને પણ આ વિષયનું જ્ઞાન છે ખરું? સંઘના આગેવાન કોણ? ૉલેજમાં કોઈ ડિગ્રી મેળવી હોય, કે પ-૨૫ લાખ કમાઈ લીધા હોય તે જ ને? સત્તાના સિંહાસન પર બેસી સમાજનું, સંઘનું અગ્રસ્થાન ભોગવે! ધર્મના ક્ષેત્રમાં અગ્રતા ભોગવે! તેને ખબર નથી સાધુજીવનના આચારની, ખબર નથી સાધુતાની, ખબર નથી ધર્મના સિદ્ધાંતોની! આવા આગેવાનો સમાજને ખોટે માર્ગે દોરી જાય ને? બસ એક જ વાત! “દુનિયા બદલાઈ ગઈ છે, તમે પણ બદલાઈ જાઓ!' પણ તેમને પૂછો કે હવા બદલાઈ છે? પાણી બદલાયું છે? હા, તમારું હૃદય મીઠું હતું તે કડવું બન્યું છે! પણ પાણી કડવું બન્યું છે? પાણી નિર્ણય કરે કે આપણે કડવું બનવું! કારણ કે દુનિયા કડવી બની છે! દુનિયા બદલાઈ છે! આમ, હવાપાણી પણ બદલાઈ જાય તો? જો કે હવે તો હવા અને પાણી બદલાવા લાગ્યાં છે. વૈજ્ઞાનિકોને ચિંતા થવા For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું લાગી છે કે આ વિકૃત હવા દુનિયામાં ભયંકર રોગો ફેલાવશે! મેડિકલ સાયન્સ આજે હતાશ થઈ રહેલું છે. પાણી અને હવા બદલાય તે સમાજને, દેશને, જગતને માટે જોખમકારક છે.... પરંતુ સાધુ બદલાય તો? ઘોર અનર્થ થશે. કેટલીક જગ્યાએ જમાનાના ઓઠા હેઠળ સાધુતાનું પતન થયું! માત્ર બાહ્ય કલેવર રહ્યું! આધ્યાત્મિક ભૂમિકાથી થતું પતન જો તમારી સમજમાં નહીં આવે તો અવનતિ થતી જ જવાની છે. પદયાત્રા અતિ આવશ્યક : અમે રાજસ્થાનમાં વિહાર કરતા હતા. એક ગામડામાં ગયા, ત્યાં અજૈન લોકોએ કહ્યું ; ‘સાહેબ, પદયાત્રા માત્ર જૈનમુનિ જ કરે છે. અમારા ગામમાં અમારાં સંત, સાધુ, બાવા, જોગી કોઈ આવતા નથી! તેથી કોઈ ધાર્મિક પ્રેરણા મળતી નથી, માત્ર જૈન મુનિઓ પદયાત્રા કરતા અહીં આવે છે, અમને ઉપદેશ આપે છે!' પાદવિહાર કેટલો મહત્ત્વનો છે, કેટલો ઉપકા૨ક છે, તે સમજાવવું પડે એમ છે? આજે કેટલાક કહે છે; 'સાધુએ ટ્રેઇનમાં બેસવું જોઈએ! પ્લેનમાં ઊડવું જોઈએ!' એક વ્યાખ્યાન રતલામમાં, બીજું ઈન્દોરમાં, ત્રીજું ભોપાલમાં! કેટલાને લાભ મળે? તેમની નજરમાં રતલામ, ઈન્દોર, દિલ્હી, મુંબઈ અને કલકત્તાના લોકો છે.... બીજે બધે શું પશુઓ વસે છે? શું ગામડાઓમાં માણસો વસતા નથી? એમને ધર્મનો ઉપદેશ કોણ આપશે? જે દર્શા હિન્દુ સમાજની થઈ છે, તે દશા જૈન સંઘની કરવી છે? હિન્દુ ધર્મના સંન્યાસીઓએ પાદવિહાર ત્યજી દીધો. પરિણામે ગામડાની પ્રજાનો સંપર્ક તૂટી ગયો. એ પ્રજા ધર્મના ઉપદેશથી વંચિત થઈ ગઈ. પરોપકાર ક્યારે? આજે તમારે કંઈ સમજવું નથી, વિચારવું નથી, ઊંડાણથી ચિંતન કરવું નથી. શા માટે એક મનુષ્ય સંસાર ત્યજીને સાધુ બને છે? સાધુએ આત્મસાધના કરવાની છે. સાધુ મોક્ષ-માર્ગના આરાધક છે. પહેલાં પોતાના આત્માને નિર્મળ કરે. એ સાધના કરતાં કરતાં એમ લાગે કે ‘પરમાત્મા જિનેશ્વરદેવનો મારા પર અત્યંત ઉપકાર છે, જે સમ્યજ્ઞાન મને મળ્યું છે, તે દુનિયાના યોગ્ય જીવોને મારે આપવું જોઈએ. એમ સમજીને તે ઉપદેશ ગુરૂની સંમતિથી આપે. જ્યાં સુધી મર્યાદા સચવાય ત્યાં સુધી આપે! For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૩૫ સાધુજીવનનું મુખ્ય કાર્ય આત્મસાધના : સાધુનો main business-મુખ્ય વેપાર છે-આત્મ-સાધના! side business ગૌણ-વેપાર છે ઉપદેશ આપવાનો. સાધુનું મુખ્ય કર્તવ્ય આત્મ-સાધનાનું છે. તે માટે પાંચ મહાવ્રતોનું ત્રિવિધ ત્રિવિધ પ્રકારે પાલન કરે, ષડૂકાય જીવોનું રક્ષણ કરે. સંયમી જીવન તેમનું મુખ્ય લક્ષ્ય હોય. આ લક્ષ્યમાં શિથિલતા આવી જાય તો સાઈડ બિઝનેસ મુખ્ય થઈ પડે અને મેઈન બિઝનેસ ખતમ થઈ જાય! યુગના નામથી જમાનાના નામથી સાધુનું પતન કરવા પ્રયત્ન કરો. એરોપ્લેનમાં બેસવાની વાતો કરો, પૈસા પાસે રાખવાનું કહો, બધી સુંવાળી રૂપાળી વાતો કરો... પાંચ-પચાસ ભક્તો મળીને મહારાજને ચઢાવી દો... પછી? સાધુ પૈસા રાખે, વિમાનમાં પરદેશ જાય, વિદેશયાત્રા ચાલુ થાય. પછી ચારિત્રમાં શિથિલતા આવે.. મહાવ્રતોના ભંગ થાય... એટલે? એટલે તેમને વિચલિત કરનારા ભક્તો જ કહેવાના “મહારાજે આ શું કર્યું?” પછી તેઓ જ મહારાજને ધક્કો મારવાના! જે સાધુ સંસારી લોકોના કહેવા મુજબ ચાલવા લાગ્યા, લોક પ્રવાહમાં વહી ગયા, પ્રજાને ખુશ રાખવા પ્રયત્ન કર્યો, જેઓ સાધુતાથી નીચે ઊતરી ગયા, તેમને એ જ દુનિયા જોડા મારે છે! પરમાત્મા જિનેશ્વરદેવે સાધુઓને જે કહ્યું છે, તે સાચું જ કહ્યું છે. તેમણે કહ્યું કે “આ સંસારીઓથી નવ હાથ દૂર રહો.” શક્તિ હોય તો તેમને સન્માર્ગે લાવવા. પણ તેમની વાતોના પ્રવાહમાં વહી ન જાઓ. દુનિયાથી તમે દોરવાઈ ન જાઓ; દુનિયાને તમારે સન્માર્ગે દોરવાની છે! તમારે તો જિનાજ્ઞાથી જ દોરવાવાનું છે. સાધુએ પોતાની આચારમર્યાદામાં રહીને, પ્રમાદ સેવ્યા વિના ઉપકાર કરવો જોઈએ. સાધુનો ઉપકાર એટલે મોલ-માર્ગના જ્ઞાનનું દાન! સાધુ પાસેથી જેઓ ભૌતિક સુખોની અપેક્ષા રાખે છે, તેઓ વાસ્તવમાં સાધુને સમજતા નથી. સંયમનું પૂર્ણ ભાન સાધુને હોવું જોઈએ. શ્રાવક-શ્રાવિકાને સંયમી જીવનનું જ્ઞાન હોવું જોઈએ. સાધુએ પાંચ આશ્રવોથી-હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહથી વિરક્ત રહેવું જોઈએ. સાધુએ પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો જોઈએ. સાધુએ ચાર કષાયો-ક્રોધ, માન, માયા અને લોભ પર વિજય મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું કિષાયોને જીતવાની સાધના : સાધુને કષાય ન આવે, એમ નહિ, પરંતુ કષાય પંદર દિવસથી વધુ ટકવો ન જોઈએ. સાધુને અભિમાન ન આવે એમ નહિ, પણ પંદર દિવસ કરતાં એક પણ ક્ષણ વધારે ન ટકવું જોઈએ. સાધુને “સંજ્વલનના કષાય હોય. તમને શ્રાવકશ્રાવિકાને ક્યાં સુધી ટકે? ક્યાં સુધી કષાય રહે તો તમારું શ્રાવકપણું ટકે? જાણો છો? શ્રાવક-શ્રાવિકાને ચાર માસથી વધુ કોઈ કષાય ન ટકે. એક દિવસ પણ વધુ ટકે તો શ્રાવક-શ્રાવિકાપણું ડૂલ! તમારા કષાય એક વર્ષથી વધુ ટકે તો તમારું સમ્યક્ત ખલાસ! પછી તમે સમકિતી નહીં, પણ મિથ્યાત્વદૃષ્ટિવાળા! એક વર્ષથી વધુ તમારો કષાય ટકે તો તમારું સમ્યગુદર્શન ખતમ સમજવું. અરે, એવા કેટલાય ભગતો છે કે જેઓ એક વર્ષ નહીં, પચીસ વર્ષ સુધી બોલે નહીં! વંશપરંપરાનું વેર ચાલુ રાખે! છાતી ઠોકીને કહે : “મારા દાદાએ, મારા પિતાએ આ દુશ્મનાવટ ચાલુ રાખી હતી, હું પણ ચાલુ રાખીશ.' ભલે અહીં તું છાતી ઠોકીને બોલે, દુર્ગતિમાં કર્મો તારી છાતી એવી ઠોકશે કે ઊભો નહીં થઈ શકે! સાધુ જો જાગ્રત હોય તો કષાયને ઉદયમાં જ ન આવવા દે; તેને અંદર ને અંદર શાંત કરી દે, પણ કદાચ તેનો ફોર્સ વધે અને ઉદયમાં આવે તો ૧૫ દિવસથી વધુ ન ટકવા દે. જેને આપણે શત્રુ સમજતા હોઈએ, તે જો કોઈ કારણે આપણા ઘરમાં આવી જાય, તો તેને રાખીએ કે ઘરમાંથી બહાર કાઢવા પ્રયત્ન કરીએ? તે જલદીથી જાય તેવો પ્રયત્ન કરીએ ને? ક્રોધ, માન, માયા, લોભ વગેરે કષાયોને તમે શત્રુ માનો છો કે મિત્ર? જો શત્રુ માનતા હો તો તમે તમારા ઘરમાં ટકવા દેશ? હા, જો તેને શત્રુ ન માનતા હો તો તમે ટકવા દેશો. અને જો કષાયને શત્રુ ન માનો તો પ્રભુની આજ્ઞા પાળી કહેવાય? સાધુજીવનમાં જાગ્રત રહેવાય તો કષાયને ઉદયમાં આવતા રોકી શકાય. કેટલીક વખત પાણીનો ફોર્સ એવો હોય છે કે તે પથ્થરને પણ તોડીને બહાર નીકળે તેમ કર્મનો ફોર્સ જો હોય, તો સાધુનો પુરૂષાર્થ નકામો પણ બને! છતાંય તે એવો પુરૂષાર્થ કરે કે તેને ૧૫ દિવસથી વધુ ટકવા જ ન દે! કહે : “ઉઠાવ તારા બિસ્તરા પોટલાં, અને નીકળ ઘર બહાર!” આમ સાધુ પાંચ ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરે, પાંચ મહાવ્રતોની સંપૂર્ણ પાલના કરે, ચાર કષાયો પર વિજય મેળવવા પુરૂષાર્થ કરે; મનદેડ, વચનદેડ For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૩૭ અને કાયદેડથી વિરામ પામે. વિચારમાં જાગ્રત, વચનમાં જાગ્રત, અને આચારમાં જાગ્રત રહે. ભગવાન જિનેશ્વરદેવોએ શ્રમણ-સાધુ માટે જે સાધના બતાવેલી છે, તે સાધનામાં સાધુ મગ્ન રહે. આવા સાધુપુરૂષોનું ચારિત્રપદમાં ધ્યાન ધરવાનું. ૐ £ નો વરિત્તરા' આ પદનો જાપ કરવાનો. ચારિત્રવંત મહાપુરૂષોનું ધ્યાન ધરો : ગજસુકુમાર મુનિના માથા પર અંગારા ભરેલી સગડી તેમના સસરાએ મૂકી, છતાં સસરા પ્રત્યે રોષ ન થયો. સસરાના ચાલ્યા ગયા પછી ધાર્યું હોત તો અંગારાને ફગાવી શકત. પણ તેમ ન કર્યું. પોતાના શરીર પર મમત્વ જ નહીં! શરીરને બળવા દીધું! સમતાભાવમાં સ્થિર રહી કર્મોને પણ બાળી નાંખ્યાં! મેતારક મુનિ ગોચરી વહોરવા ગયા, સોની ગોચરી વહોરાવતો હતો. તેટલામાં કોંચ પક્ષી આવ્યું. સોનીએ બનાવેલાં સોનાના જવલાં ગળી ગયું! સોની પાછો આવ્યો, જવલાં ન જોયાં, આસપાસ તપાસ કરી, ન મળ્યાં તેથી સાધુ પર શંકા આવી! જરૂર આ મુનિએ જ જવલાં લીધા છે!” સોનીએ પૂછ્યું. સાધુ મૌન રહ્યા. સોનીને ગુસ્સો આવ્યો. ચામડાથી સાધુના મસ્તકને વીંટાળ્યું અને તડકામાં ઊભા રાખ્યા. ગરમીથી ચામડું સંકોચાવા લાગ્યું. છેવટે ખોપરી ફાટી ગઈ. છતાંય મુનિની કેટલી સમતા! ન તો સોની પર રોષ કર્યો કે ન શરીર પર મમત્વ જાગ્યું. શાંતિથી, સમતાથી બધું સહન કર્યું. ખોપરી તૂટતાની સાથે તેમને કેવળજ્ઞાન થયું અને નિર્વાણ પામ્યા. મોક્ષમાં ગયા. આવા મુનિનું ધ્યાન ધરો તો? ચારિત્રવંત એવા મહાત્માઓનું આજે ધ્યાન ધરવાનું છે! આવા મેતાજ મુનિ, અથવા ગજસુકુમાર મુનિ, ધન્ના અણગાર વગેરેમાંથી કોઈનું પણ ધ્યાન ધરો. બધાનું ધરશો કે એકનું? સભા : બધાંનું ધરશે! મહારાજશ્રી : ના, બધાનું નહીં, કોઈ એક મહામુનિ નક્કી કરીને એમનું ધ્યાન ધરો. તમારી પસંદÍના કોઈ મહાન ચારિત્રવંત મહાત્માનું ધ્યાન ધરો. અરિહંતના ધ્યાનમાં કે સિદ્ધના ધ્યાનમાં તો પસંદગીનો પ્રશ્ન જ નથી. પરંતુ આચાર્યપદ માટે કોની પસંદગી કરશો? ક્યા આચાર્ય ભગવાનનું ધ્યાન ધરશો? For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું ૧. આચાર્યપદના દિવસે હેમચંદ્રસૂરિજીનું ધ્યાન ધર્યું હતું ને? ઉપાશ્રયમાં ફોટો રાખ્યો છે. રોજ દર્શન કરો છો ને? ધ્યાન કોનું ધરશો? જેમના ધ્યાનમાં તમારું મન સ્થિર થઈ જાય, તેવા આચાર્ય ભગવંતનું ધ્યાન ધરો. તે માટે પૂ. હેમચંદ્રાચાર્ય કે સુધર્માસ્વામી કે ગૌતમસ્વામી, ગમે તેમનું ધ્યાન ધરો. ૨. ઉપાધ્યાયપદમાં કોનું ધ્યાન બતાવ્યું હતું? પૂ. યશોવિજયજી ઉપાધ્યાયનું ધ્યાન! સમકાલીન સાધુઓએ તેમને “કલિકાળના કેવળજ્ઞાની' કહ્યા છે! ૩. સાધુપદમાં સિંહ અણગાર કે ધન્ના અણગારનું ધ્યાન ધરો. ૪. દર્શનપદમાં દૃઢ સમકિતીના રૂપમાં અહંન્નક શ્રાવક-શ્રાવિકામાં સુલસા શ્રાવિકા! ૫. જ્ઞાનપદમાં મહાજ્ઞાની સ્થૂલિભદ્રસ્વામીનું ધ્યાન ધરવું. આંખ બંધ કરો તો સામે નિર્વિકારી, જ્ઞાનસાગરમાં ડૂબેલા સ્થૂલભદ્રસ્વામી સાકાર થાય! ૩. ચારિત્રપદમાં ત્રણ-ચાર ચારિત્રવંતનો પરિચય આપ્યો. ગજસુકુમાર મુનિ, મેતારક મુનિ, ધન્ના અણગાર, કુરગડુ મહામુનિ! મહામુનિ કુરગડુ કુરગડુ મહામુનિ રાજકુમાર હતા. તેમનું પૂર્વનામ લલિતાંગ હતું. આચાર્ય મહારાજનો સંપર્ક થયો. ચારિત્ર લીધું. કર્મનો ઉદય ક્યારે થાય તેનો કોઈ ભરોસો નહીં. દીક્ષા લીધી, સાધુ બન્યા પછી સુધા-વેદનીય કર્મ ઉદયમાં આવ્યું! ભૂખ ભયંકર લાગે? તે પણ કેવી! સૂર્યોદય થાય કે ભયંકર ભૂખ લાગે! ખાવા પણ ખૂબ જોઈએ. ભૂખ એટલી કે હમેશાં ગોચરીએ જાય ત્યારે ઘડો લઈને જાય. તેમાં માત્ર ભાત લાવે. જાગૃતિ હતી. પેટ ભોજન માગે છે. તે કોઈ quality માંગતું નથી, તેને quantity જોઈએ. અગ્નિ શું માર્ગે? લાકડાં! શુધા શું ઇચ્છે? ભોજન! આ મુનિ શું વહોરતા? ફક્ત ભાત! તેઓ તેવા પ્રદેશમાં હશે કે જ્યાં ઘરે ઘરે ભાત બનતા હશે. જેમ મદ્રાસમાં જુઓ તો ભાત અને આંબલીનું પાણી! બિહારમાં જુઓ તો ભાત અને દાળ! ખાવા કેટલું જોઈએ? થાળી ભરીને! આ મુનિરાજ એવા કોઈ પ્રદેશમાં હશે. ચાવલને “કુર' કહેવામાં આવતા. ઘડાને “ગડુ' કહેતા. આમ “કુરથી ભરેલો ગડુ-ઘડો વહોરી લાવતા એટલે તેમનું નામ “કુરગડુ” મુનિ પડ્યું. પછી તો નામ છપાઈ ગયું! સાધુઓ તેમને કુરગડુ મુનિ' કહે. ઇતિહાસમાં પ્રસિદ્ધ થયા, “કુરગડુ મુનિ' તરીકે! તેમનું મૂળ નામ લલિતાંગ મુનિ હતું. For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૩૯ પર્યુષણના દિવસો આવ્યા, તેમની સાથેના ચાર મુનિઓએ ચાર-ચાર માસના ઉપવાસ કર્યા હતા. ઉપાશ્રયમાં ચાર માસખમણ! આવા મહાન તપસ્વી જ્યાં હોય, તેમની સામે રોજ ગોચરીએ જવામાં કુરગડુમુનિને શરમ આવતી. ખૂબ દુઃખ થતું, પરંતુ ભૂખ એવી ભયંકર લાગતી કે ગોચરી લાવ્યા વિના છૂટકો ન થાય. આમ સંવત્સ૨ીનો દિન આવ્યો. કુરગડુ સવારમાં ઊઠ્યા, પ્રતિક્રમણ-પડિલેહણ કર્યું અને ગોચરી માટે ગયા. ત્યારે પેલા ચાર મુનિ બોલ્યા : ‘અરે અભાગિયા! આજે પણ તું પેટ ભરીશ? આજે સંવત્સરી છે, આજે તો તપ કર.' કુરગડુ કહે : હું ખરેખર, અભાગિયો છું. આજે બધાંને ઉપવાસ છે, એક મારે જ પેટ ભરવા? તે ગયા. વહોરીને પાછા આવ્યા. તેમનું હૃદય ગદ્ગદ્ થઈ ગયું. બધા પ્રત્યે વિનય ખૂબ જ સાચવે. સાધુઓમાં એવો વિનય હોય છે કે જે ગોચરી વહોરીને લાવેલા હોય, તે માટે બધા સાધુઓને નિમંત્રણ આપે. કુરગડુ મુનિવરે બધાને વિનંતિ કરી. પાસું આગળ ધર્યું, કાંઈક લો, લાભ આપો.' તેઓ પેલા માસખમણવાળા ચાર મુનિ પાસે ગયા તો તેઓ તેમના પાત્રામાં ‘થૂ’ કરીને થૂંક્યા! કુરગડુમુનિએ ત્યાં શું કર્યું? તેમણે વિચાર્યું : ‘મારાં ધન્ય ભાગ્ય કે આ લુખ્ખા ભાતમાં આ તપસ્વીઓએ ધી નાખ્યું! આ અમૃતમય ઘીથી મારાં કર્મનો ક્ષય થશે! તેઓ પાત્રો લઈને ગોચરી કરવા બેઠા. પાત્રો ખુલ્લાં પડ્યાં છે અને તેઓ આત્મચિંતનમાં ચઢી ગયા. ‘હે આત્મનું, તારૂં અણાહારી સ્વરૂપ છે, તું શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર છે, ક્યાં સુધી આ બંધન? ક્યાં સુધી આ આહાર કરવો પડશે?' આમ ચિંતન કરતાં કરતાં ખૂબ પશ્ચાત્તાપ કર્યો અને તેમાંથી પ્રગટી સમતા ઘાતીકર્મ ક્ષય થયાં અને કેવળજ્ઞાન પ્રગટ્યું! બીજી બાજુ પેલા તપસ્વીઓ કુરગડુ મુનિની નિંદા કરી રહ્યા હતા! ‘અરે જુઓ તો ખરા, આ પેટભરાને! કહે છે કે ‘ક્ષુધા વેદનીય’ કર્મનો ઉદય. શું કપાળ ઉદય? આહાર-સંજ્ઞાના પનારે પડચો છે! હતો રાજકુમાર... ખાવું જ હતું તો શા માટે દીક્ષા લીધી?' કુરગડુ મુનિએ પોતાના કાન પર આ નિંદા ન ધરી. તેમના પ્રત્યે રોષ ન થયો. અરે; પાત્રમાં થૂંક્યા, તેનો પણ અર્થ કેવો સુંદર કર્યો! ‘હું લખ્ખા ભાત લાવ્યો હતો, આ મુનિવરોએ એમાં ઘી નાખ્યું!' મશ્કરીને સારા અર્થમાં ગ્રહણ For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪. હૃદયકમલ મેં ધ્યાન ધરત હું. કરી. પશ્ચાત્તાપ થયો અને સમતા પ્રગટી. પરિણામે કેવળજ્ઞાન થયું! ત્યાં દેવોની દુંદુભિ વાગી, એટલે પેલા ચારેય મુનિવરોએ વિચાર્યું : “આ દુંદુભિ ક્યાં વાગી?” શાસનદેવી સામાન્ય સ્ત્રીનું રૂપ લઈ ત્યાં આવી. પેલા ચાર માસના ઉપવાસવાળા મુનિવરો ઠાઠમાઠથી બેઠા છે, દેવીએ તેમને પૂછયું : “અરે, કુરગડુમુનિ ક્યાં છે!' આ ચારેયને થયું કે : “આપણે તપસ્વી અહીં છીએ અને આ સ્ત્રી હાથ પણ જોડતી નથી?' તેઓ બોલ્યા : “એ.... બેઠો ત્યાં.... ખૂણામાં બેસી પેટ ભરે છે!' શાસનદેવીને ખૂબ ગુસ્સો આવ્યો. પોતાનું રૂપ પ્રગટ કર્યું. તે બોલી : “કોને કહો છો, પેટ ભરનાર? તમે કેવળજ્ઞાનીની આશાતના કરો છો. તમને તપનું અભિમાન છે. કુરગડુ મુનિ જગવંદનીય છે, તેમની આશાતના ન કરો, આ દુંદુભિ વાગી તે સાંભળી? એ મહામુનિને કેવળજ્ઞાન થયું છે!” ચારેય મુનિ બોલી ઊઠ્યા : કોને? દેવીએ કહ્યું : કુરગમુનિને! તમને નહીં. મુનિ પૂછે છે : “કુરગડુને કેવળજ્ઞાન થઈ ગયું?” ચારેય ને આશ્ચર્ય થયું દેવીએ કહ્યું : શંકા છે તેમાં? ત્યાં તો દેવો ઊતરી આવ્યા. સુવર્ણ-કમળ બનાવ્યું. તે કમળ પર કેવળજ્ઞાની કુરગડુ મુનિને બિરાજમાન કર્યા. દેવોએ તેમને વંદન કર્યું. પેલા ચારેય મુનિઓ એકબીજાના મુખ સામે જોઈ રહે છે; તેમને થયું : અરે! આપણે ખૂબ જ ભયંકર આશાતના કરી.”તે તપસ્વીઓ ઊઠ્યા, કેવળજ્ઞાની કુરગડુ મુનિના ચરણે પડ્યા. “અમને ક્ષમા કરો' ગગ સ્વરે હાર્દિક ક્ષમાયાચના કરી. ઘોર પશ્ચાત્તાપ કર્યો અને ચારેયને કેવળજ્ઞાન થયું. ચારિત્રપદના ધ્યાનમાં આવા ચારિત્રવંત મહામુનિઓમાંથી કોઈ એકનું ધ્યાન લગાવો. હૃદયકમળમાં ધ્યાન ધરીને કર્મોનો ક્ષય કરો. For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યાખ્યાન અગિયારમું) સમ્યક્ તપ-પદ પરમ ઉપકારી આચાર્ય ભગવંત શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ શ્રીપાળની કથાના પ્રારંભમાં અરિહંતાદિ નવ પદોનું પોતાના હૃદય-કમળમાં ધ્યાન ધરીને શ્રી સિદ્ધચક્રજીનો મહિમા બતાવે છે. સિદ્ધ બનવાનું લક્ષ્ય : જેને સિદ્ધ બનવું છે, તેણે સિદ્ધચક્રની આરાધના કરવી અનિવાર્ય છે. સિદ્ધિ પ્રાપ્ત કરવાનું જેનું લક્ષ્ય છે, આત્માની નિર્મળતા અને પૂર્ણતા પ્રાપ્ત કરવાનું જેનું લક્ષ્ય છે, તેવા જીવ માટે સિદ્ધચક્રની આરાધના અત્યંત આવશ્યક, અનિવાર્ય બની જાય છે. પરંતુ સિદ્ધચક્રની આરાધના માત્ર બાહ્ય સ્વરૂપે જ કરે, અત્યંતર આરાધનામાં પ્રવેશ ન કરે, તો સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. આપણે કહીએ છીએ કે “અમારે મોક્ષ જોઈએ, મોક્ષમાર્ગ જોઈએ, સિદ્ધિગતિ પ્રાપ્ત કરવી છે પણ કહેવા માત્રથી કાંઈ પ્રાપ્ત થતું નથી. જો કહેવા માત્રથી મોક્ષ મળતો હોત તો આપણે બધાય મોલમાં પહોંચી ગયા હોત! અનંતકાળથી, અનંત ભવોથી, ચોરાસી લાખ યોનિમાં ભટકવા છતાં સિદ્ધિ પ્રાપ્ત ન થઈ. કારણ કે આપણી દષ્ટિ સિદ્ધચક્ર પર ગઈ જ નહીં, ગઈ તો ઠરી નહીં! જે ધર્મસાધના, ધર્મ-આરાધના સિદ્ધચક્રને કેન્દ્રમાં રાખીને કરવી જોઈએ, તે ન કરી. સિદ્ધચક્રની આરાધના કે નવપદની આરાધના માત્ર બાહ્ય પૂજન-દર્શન રૂપે જ કરી. અભ્યતર આરાધના ન કરી. બાહ્યમાંથી અભ્યતર તરફ જવાનું છે ? સંઘમાં કહો કે સમાજમાં કહો, સિદ્ધચક્રની બાહ્ય આરાધના ઘણી વધી ગઈ છે. પોણોસો વર્ષના વૃદ્ધને પૂછશો તો કહેશે : “આટલાં બધાં આયંબિલની ઓળી કરનારા પહેલાં ન હતા. સિદ્ધચક્રનાં મહાપૂજન આટલાં થતાં ન હતાં.” પરંતુ સિદ્ધચક્રજી સાથેનો આંતરિક સંબંધ તૂટતો ગયો છે. જ્યાં સુધી અભ્યતર આરાધનામાં પ્રવેશ ન થાય, સિદ્ધચક્રજી આત્મસાત્ ન થાય, ત્યાં સુધી આત્માનો For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું આનંદ પ્રાપ્ત જ નહીં થાય. બાહ્યમાંથી અત્યંતરમાં જવાનું લક્ષ્ય બનાવો. સ્થૂલમાંથી સૂક્ષ્મમાં જવાનું ધ્યેય નક્કી કરો. પરમાત્માનું મંદિર અને પરમાત્માની મૂર્તિ એ તો સ્કૂલમાંથી સૂક્ષ્મ તરફ જવાનો માર્ગ છે! જિનમૂર્તિ એ તો માધ્યમ છે : શ્રી સિદ્ધચક્રજી, જિનમૂર્તિ કે સિદ્ધચક્રજીનું યંત્ર એ તો આલંબન છે. એ આલંબનના આધારે-સહારે અત્યંતર સાધનામાં પ્રવેશ કરવાનો હોય છે. આપણે ત્યાં ‘મૂર્તિપૂજા’ શબ્દ પ્રચલિત છે. વાસ્તવમાં મૂર્તિપૂજા નહીં, પ્રભુપૂજા કરવાની છે. જેમની મૂર્તિ છે તે પરમાત્માની પૂજા કરવાની છે. ‘મૂર્તિ' તો આપણા અને પરમાત્માની વચ્ચેનું માધ્યમ છે.!’ પરમાત્માની મૂર્તિ ઘરની બારી છે. એ બારીની બહાર અનંત આકાશ દેખાય છે! નાની સરખી બારીમાંથી અનંત વિશાળ.... આકાશ દેખાય છે! પરમાત્માની મૂર્તિની બારીમાંથી અનંત જ્ઞાનમય અનંત ચારિત્રમય પરમાત્માના સ્વરૂપનાં દર્શન થાય છે, પણ આપણે તો બારીમાં જ રોકાઈ ગયા! અનંત આકાશ તરફ તો જોયું જ નહીં! બારીને શણગારવામાં પડી જાય અને તેને પૂજવામાં જ લાગી જાય તો? કોઈ પૂછે કે ‘ભાઈ, બારી પાસે ઊભા રહેવાનું પ્રયોજન શું છે?' બારી એટલા માટે છે કે અનંત બ્રહ્મના આકાશને જોઈ શકાય, પણ સ્થૂળ દૃષ્ટિથી, અજ્ઞાનતાથી અજ્ઞાની જીવ સ્થૂળમાં જ અટકી જાય છે. પરમાત્માની મૂર્તિનાં દર્શન-પૂજન કરતાં કરતાં મૂર્તિ ભૂલી જાઓ અને પરમાત્માના વાસ્તવિક સ્વરૂપમાં પહોંચી જાઓ, તે જરૂ૨નું છે. પરમાત્માના સ્વરૂપમાં લીન બનવાનું છે. : કોઈ વ્યક્તિ સાથે પ્રેમ થયો, તો પહેલાં તેનાં કપડાં જોઈશું, પછી મોઢું, પછી આંખ! પ્રેમની પરાકાષ્ટામાં તે બધું ભૂલીને પ્રેમનો મહાસાગર દેખાય! પરમાત્માનું પૂજન, તેમની આંગી વગેરે પ્રાથમિક ભૂમિકા છે, તે પછી સમગ્ર મુખાકૃતિમાં મન સ્થિર બને, પછી મૂર્તિની આંખોમાં સ્થિર થાય. પછી પોતાની દૃષ્ટિ બંધ કરવાની.... અરે! દૃષ્ટિ આપોઆપ બંધ થઈ જાય.... અને પરમાત્મસ્વરૂપમાં ભક્ત ખોવાઈ જાય! પરમાત્મામાં ખોવાઈ જવાનું છે! બ્રહ્મસ્વરૂપમાં પહોંચવા માટે, પરમાત્માના સ્વરૂપમાં રમણતા માટે બાહ્ય ક્રિયાઓ બારી સમાન છે. For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૪૩ ધ્યાનની અસર : ૧૮૮૦ ની સાલમાં એક વૈજ્ઞાનિક આદિવાસીઓના પ્રદેશમાં પહોંચ્યો. આપણે ત્યાં આદિવાસી છે, તેમ યુરોપમાં પણ છે, ત્યાંય જંગલો છે! એ પ્રદેશમાં એક ચમત્કારી વાત પ્રચલિત હતી. ધીમે ધીમે તે વાત એક શહેરમાં આવી. તે વાત પહોંચી વૈજ્ઞાનિક પાસે, તેના સંશોધન માટે વૈજ્ઞાનિક એ પ્રદેશમાં પહોંચ્યો. એ વાત શી? આદિવાસી લોકો એક પૂતળું બનાવે છે. એક વ્યક્તિની કલ્પના એ માટીના પૂતળામાં કરે છે. કોઈ રોગની કલ્પના કરે કે : “આને ટી. બી. કે કેન્સર થઈ જાઓ.” જે વ્યક્તિની કલ્પના કરી હોય તેને તે રોગ લાગુ થઈ જાય! બીજી વાત : આદિવાસી લોકો કોઈ વૃક્ષમાં અમુક વ્યક્તિની આકૃતિની કલ્પના કરે. તેના પર ધ્યાન કેન્દ્રિત કરે કે “આનું મૃત્યુ થાય, અને તે માણસ મૃત્યુ પામે! આમાં સાચું શું છે? તે તપાસવા વૈજ્ઞાનિક જંગલમાં આદિવાસી વચ્ચે પહોંચી ગયો. તેણે પોતે એ પ્રયોગ જોયો. તેણે કહ્યું : “એક વૃક્ષ પર પ્રયોગ કર્યો.' તે વૈજ્ઞાનિકે વૃક્ષને પાણી પાયું. સારી સાર-સંભાળ લેવા માંડી. તે વૃક્ષ પર આદિવાસીએ પ્રયોગ કર્યો. અને પરિણામ એ આવ્યું કે વૃક્ષ મહિના-દોઢ મહિનામાં પડી ગયું કે સડી ગયું, ખલાસ થઈ ગયું. વૈજ્ઞાનિકે તે સમજવા પ્રયત્ન કર્યો, પણ સમજી શક્યો નહીં. તો તે શું જાદુ હતું? મંત્ર હતો? ના એક પ્રકારનું ધ્યાન હતું. એક મૂર્તિની કલ્પના કરો. આપણી કલ્પના પ્રમાણે એ વ્યક્તિની આકૃતિ જોઈએ, તેના પર ધ્યાનસ્થ થવું જોઈએ, ભલે પછી તે માટીનો પિંડ હોય! તેના પર આ વિશિષ્ટ ધ્યાનનો પ્રયોગ કરવામાં આવે તો તે આકૃતિ સક્રિય બની જવાની. મૂર્તિપૂજા ઉપયોગી છે : જે પ્રજ્ઞાવંત પુરુષોએ આ મૂર્તિની પૂજાનો ઉપદેશ આપ્યો, તેઓ વિશિષ્ટ જ્ઞાની હતા; વિશિષ્ટ શક્તિના ધારક હતા, વીતરાગ પરમાત્માની મૂર્તિ પરમાત્માના પ્રદેશમાં પહોંચવા માટે માધ્યમ છે. મૂર્તિનું માધ્યમ સુયોગ્ય છે. પરમાત્માની મૂર્તિનું આલંબન લઈને, જે રીતે પરમાત્માસ્વરૂપમાં પહોંચવું જોઈએ, તે રીતે આપણે પહોંચવા પ્રયત્ન કરતા નથી. આપણું એ લક્ષ જ નથી; બાકી, For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું જિનેશ્વરદેવની પદ્માસનસ્થ વીતરાગભાવમાં ઝીલતી મૂર્તિના આલંબને જેટલો વિકાસ સાધવો હોય તેટલો સાધી શકાય. પૂજનની બાહ્ય ક્રિયા દ્વારા ધ્યાનની અત્યંતર ક્રિયામાં પ્રવેશ કરવાનો છે. ધ્યાનની સાધના કરતાં કરતાં ઊંડાણમાં જવાનું, ધ્યાનમાં અગાધ શક્તિ છે. આપણે નવપદના ધ્યાનમાં ખોવાઈ જવાનું છે. અપૂર્વ લીનતા પ્રાપ્ત થવી જોઈએ. ધ્યાનનો વિષય રસિક છે. સિદ્ધચક્ર વિશ્વમાં મહાનમાં મહાન તત્ત્વ છે, પરમ સત્ય છે અને અદ્દભુત તથ્ય છે. આવા પરમ તથ્ય પરમ તત્ત્વ અને પરમ સત્ય શ્રી સિદ્ધચક્રજી મળ્યા પછી શું કમી રહે? સિદ્ધચક્રની આરાધનાની પ્રક્રિયા આપણને મળેલી છે. હવે કરવાનું છે સિદ્ધચક્રજીનું ધ્યાન! એનાથી અવશ્ય આત્મા નિર્મળ બને છે. આત્મા પરમ શાંતિ પ્રાપ્ત કરે છે. જોઈએ છે ને આત્માની નિર્મળતા? જોઈએ છે ને પરમ શાન્તિ? કે અશાન્તિની આગમાં સળગ્યા કરવું છે? ધ્યાન માટે સ્વસ્થ અને સંયમી દેહ જરૂરી છે : ધ્યાન ધરવા માટે શરીર નિર્મળ જોઈએ, સ્વસ્થ જોઈએ, સશક્ત જોઈએ. ધ્યાન ધરવા બેસો ત્યારે શરીર દુઃખે, કમર દુઃખે, માથું ઊંચુંનીચું થાય.... તે નહીં ચાલે. શારીરિક શક્તિ પ્રથમ આવશ્યક છે. આ શક્તિ મેળવવા માટે વિટામિન બી. ઍપ્લેક્સની જરૂર નથી. આ શક્તિ-પ્રાપ્ત થાય છે સંયમથી! બ્રહ્મચર્યનું નિર્મળ પાલન હોય તો અદૂભુત શક્તિ પ્રાપ્ત થાય. ભલે પછી તમે દૂધ, દહીં, ઘી ન ખાઓ. ભલે કોઈ શક્તિની દવા ન લો! આ શક્તિ વીર્યશક્તિ છે. વીર્યશકિત ધ્યાન માટે અતિ આવશ્યક છે. યોગી પુરુષો મનસા-વચસા-કાર્યન બ્રહ્મચર્ય પાળતા અને જંગલમાં જઈને ધ્યાન લગાવતા. બે-ચાર દિવસ નહીં, મહિનાઓના મહિના! વર્ષો લગી ધ્યાન ધરતા. આત્માના શુદ્ધ-સ્વરૂપમાં લીન બનતા. ન ગરદન દુઃખે, ન આંખો ખૂલે, ન શરીર વળે, ન કમર ઝૂકે. તમારે તો એક મિનિટ પણ આંખો બંધ રાખવી મુશ્કેલ ને? કારણ? તમે સંયમી નથી! જે સંયમી નહીં; તે ધ્યાન ધરવા માટે અયોગ્ય! શરીર સ્વસ્થ નહીં તો મન કેવી રીતે સ્થિર રહે? ધ્યાનસ્થ બનીને સિદ્ધચક્રજીના એક-એક પદ પર મનને જોડતા જાઓ. પહેલાં જ્ઞાનથી, પછી ધ્યાનથી તે નવપદનો મન સાથે સંપર્ક જોડો. જ્ઞાનનું ધીરે ધીરે ધ્યાનમાં પરિવર્તન થાય. પછી વિચાર ન રહે. પહેલા “સવિકલ્પ' ધ્યાન For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૪પ ધરો. તેના અંતે “નિર્વિકલ્પ” ધ્યાન ધરી. “સવિકલ્પ ધ્યાન એટલે એક-એક પદ લઈને તેના પર પહેલાં ચિંતન, પછી મનન ને પછી સ્થિરીકરણ. આ રીતે કરતાં સારા-નરસા કોઈ વિચાર નહીં, કોઈ વિકલ્પ નહીં, એવી નિર્વિકલ્પ ધ્યાનની ભૂમિકા આવે છે. માટે પહેલાં સવિકલ્પ ધ્યાન ધરો. આજે તપપદનું ધ્યાન ધરવાનું છે. “તપ' એટલે શું? તપપદ : ભારત દેશમાં “તપ”નો અર્થ થાય છે, “ખાવું નહીં, પીવું નહીં! એક દિવસ, બે-ચાર દિવસ, કે માસ-બેમાસ ખાવું નહીં, ભોજન ન કરવું, પાણી ન પીવું. આ અર્થમાં “તપ” શબ્દ પ્રચલિત છે. “તપ”નો પ્રારંભ આ અર્થથી થાય છે, પણ પૂર્ણાહુતિ આ અર્થમાં નથી થતી. ભોજન ન કરવું' એ તપ. આજે દિવસમાં એકવાર ભોજન કરવું, એકવાર કરવું તે પણ લુખ્ખભોજન કરવું ઓછું ખાવું. ઓછી વસ્તુઓ ખાવી... આ બધું તપમાં આવે. ‘ભૂખ્યા રહેવું,' “નહીં ખાવું' “ઓછું ખાવું?-તપનો આ અર્થ પ્રાથમિક ભૂમિકામાં તો ઠીક છે. પણ પ્રથમ કક્ષામાં પહેલા ધોરણમાં ક્યાં સુધી રહેશો? તમારો દીકરો પહેલા ધોરણમાં એકવાર નાપાસ થયો, બીજે વર્ષે નાપાસ થયો, ત્રીજે વર્ષે નાપાસ થયો-તો તમે ક્યાં સુધી ચલાવી લેશો? એક વર્ષ-બે વર્ષ નાપાસ થાય તો તમને ચિંતા થાય કે નહીં? તમને ચિંતા થાય કે “હવે ક્યારે પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં જાય? છેવટે શું કરો? ધક્કો મારો! ગમે તેમ કરીને બીજા ધોરણમાં લાવોને? તો તમે સાધનાની પ્રથમ કક્ષામાં ક્યાં સુધી બેસી રહેશો? તપની આ એક જ કક્ષા છે? બીજી નથી? છે. પણ આગળ વધવું નથી કે વધી શકતા નથી! શું વિચારો છો? “આગળ ન વધાય તો ચાલે, એમ જ હોય! બધા કરે છે તેમ કરો!” અરે, બધાં કરે તેમ કરાય? જે વિદ્યાર્થી ભણે છે અને જેણે આગળ વધવાની તમન્ના છે તે બીજા હોઠ વિદ્યાર્થીઓ સામે જોશે કે પોતાના અધ્યાપક તરફ જોશે? જેને આગળ વધવું છે તે વિદ્યાર્થી, જે વિદ્યાર્થીઓ રમવામાં, રખડવામાં વધુ વખત ગાળે છે, અભ્યાસ તરફ બેદરકાર રહે છે, તેવા વિદ્યાર્થીઓ સામે જોયા કરશે? ના, તે તો હોશિયાર વિદ્યાર્થીઓ સામે જોશે. For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૩ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું તમે ધર્મ આરાધનામાં કોની સામે જુઓ છો? આસપાસના લોકો સામે કે ગુરુ સામે? તપ કરવાવાળા કોની સામે જુએ? તપશ્ચર્યાની ઉચ્ચ કક્ષાએ રહેલા મહાપુરુષોને જોશે કે પછી પોતાના જેવા રેઢિયાળ તપ કરનારાઓને જોશે? પડતાનું આલંબન ન લો : જે બાળકને ભણવામાં રસ નથી, તેને તેની મા કહે; “બેસી જા ભણવા, રખડવાનું નથી.” તો બાળક શું કહેશે? “તું ભણવા માટે કહ્યા કરે છે, પણ જો પેલા છોકરાઓ સિનેમા જુએ છે, ફરવા જાય છે... તે શું નથી ભણતા? મારાથી આખો દિવસ ભણ-ભણ નહીં કરાય...' જેને ભણવાની જિજ્ઞાસા નથી, આગળ વધવાની ઇચ્છા નથી, તે આવાં ઉદાહરણો આપશે, પણ જે વિદ્યાર્થી એમ વિચારે કે મારી માની ઇચ્છા છે કે મારે સરસ ભણવું, મારા અધ્યાપક ઇચ્છે છે કે મારે પહેલા નંબરે આવવું.'-આવાં વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન આપે છે, ધ્યાન રાખે છે. અને અધ્યયનની ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરવાનું લક્ષ રાખે છે. જેને પૈસા કમાવા છે તે શું defaulter-દેવાળિયાનો આદર્શ સામે રાખશે? “આ આગળ કેવી રીતે આવ્યા? એક વખત ગરીબ હતા, વેપાર થોડો શરૂ કર્યો હતો, તે ક્રમશઃ. કેવી રીતે આગળ વધતા ગયા....? તેમણે વિકાસ કેવી રીતે કર્યો? આજે મોટા ઉદ્યોગપતિ કેવી રીતે બન્યા? વગેરે.... પણ જે વેપારી વેપારમાં આળસ કરતો હોય, પ્રમાદ સેવતો હોય; વેપાર તરફ લક્ષ ન આપતો હોય, ગ્રાહકો સાથે તોછડો વર્તાવ કરતો હોય, “પૈસા આવે તો ઠીક અને ન આવે તો ઠીક.” આવું કરતાં જેણે દેવાળું કાઢ્યું હોય, તેવાનો આદર્શ રાખો ખરા? નહીં ને? ધર્મની આરાધનામાં તમારી આસપાસ ન જુઓ. પણ ધર્મક્ષેત્રે માર્ગદર્શન આપનારા ગુરુજનો શું કહે છે તે જુઓ. આજે તો અવિધિ એ જ વિધિ બની ગઈ છે ? દેરાસરમાં, ઉપાશ્રયમાં કેટકેટલી ભૂલો કરો છો? ખોટું અનુકરણ કેટલું ચાલી રહેલું છે? સામાયિક, પ્રતિક્રમણ, દેવવંદન, પૂજન બધે અવિધિઓ પ્રવેશી ગઈ છે.... આ અવિધિઓ એવી તો રૂઢ થઈ ગઈ છે કે તેમાં પરિવર્તન લાવવું મુશ્કેલ બની ગયું છે. અવિધિ એવી તો વ્યાપક થઈ ગઈ છે કે લોકો તેને વિધિ માનતા થઈ ગયા છે! For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૪૭ એક યુવાન ભાઈ હતા. તેમણે નક્કી કર્યું કે પરમાત્માની પૂજા કરવી, તો વિધિસર અને સમજણપૂર્વક કરવી. તેઓ પૂજાવિધિ જાણવા માટે મારી પાસે આવ્યા. મેં બધી વિધિ વ્યવસ્થિત સમજાવી. પછી બીજે દિવસે પૂજા સામગ્રી લઈ મંદિરે પૂજા કરવા ગયા. પહેલાં અંગપૂજા, પછી અગ્રપૂજા અને પછી ભાવપૂજા કરી. ત્યાં એક મહાનુભાવ (!) મંદિરમાં આવતાં જ અગરબત્તી લઈને ભગવાન પાસે ફેરવવા લાગ્યા! ઠેઠ ભગવાનના નાક પાસે અગરબત્તી લઈ ગયા! પેલા યુવાન ભાઈએ તેમને કહ્યું : “ધૂપ તો અગ્રપૂજા છે. પહેલાં અંગપૂજા કરવી જોઈએ, પછી અગ્રપૂજા થાય!' પેલા શ્રાવક બોલી ઊઠ્યા : “તમે ક્યારથી પૂજા શરૂ કરી? પેલા યુવાને કહ્યું : આજથી પૂજા શરૂ કરી છે.” વૃદ્ધ શ્રાવકે કહ્યું : “તમે આજથી પૂજા શરૂ કરી, પણ અમે તો પૂજા કરતાં કરતાં ઘરડા થઈ ગયા, તે અમને ખબર નહીં હોય? મને શું શિખવાડો છો?” પછી તેમણે શું કર્યું તે જાણો છો? ધૂપ કર્યા પછી ભગવાન સામે માળા લઈને બેસી ગયા! માળા ફેરવી પછી ઊભા થઈને પ્રક્ષાલ કરવા લાગ્યા! પેલા યુવાને કહ્યું : “પહેલાં અંગપૂજા થાય, પછી અગ્રપૂજા અને પછી ભાવપૂજા થાય.... માળા પછી ફેરવાય.” પેલા શ્રાવકે કહ્યું : આવું તો હંમેશાં અમે કરીએ છીએ. આ ફૂલચંદભાઈ આમ કરે છે, આ સુખલાલ આમ કરે છે, આ ભાવચંદ શેઠ આમ કરે છે, બધા કરે છે, બધાં શું ખોટું કરે છે?' આજે લોકશાહીમાં અજ્ઞાનીઓનું ટોળું જે કહે તે સાચું અને જ્ઞાની કહે તે ખોટું! બહુમતિ લોકો કરે તે સાચું અને લઘુમતિ કરે તે ખોટું! આ majority બહુમતિ અને minority લઘુમતિના સિદ્ધાંતે ભયંકર નુકસાન કર્યું છે. પરમાત્મ-પૂજામાં અવિધિઓ કેવી વિધિરૂપ બની ગઈ છે, તેનું આ તો તમને એક ઉદાહરણ આપ્યું. સમાજમાં અને સંઘમાં આવી તો અનેક અવિધિઓ વિધિરૂપ બની ગઈ છે. આવું શાથી બન્યું? કારણ કે તે તે ધર્મક્રિયાનું વ્યવસ્થિત જ્ઞાન, ગુરૂજનો પાસેથી મેળવ્યા વિના જ ધર્મ-ક્રિયાઓ કરવા માંડી છે..... કાં તો તમને કોઈ માર્ગદર્શન આપનાર મળ્યું નથી અથવા માર્ગદર્શન આપનાર મળવા છતાં માર્ગદર્શન લીધું નથી! સામાયિકની ક્રિયા બરાબર કરો છો? પ્રતિક્રમણની ક્રિયા બરાબર કરો For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું છો? આ ધર્મક્રિયાઓ અંગે તમને કોઈ પૂછવા આવતા નથી! જેને ઘૂળમાં આનંદ માણવો છે, જેને સૂક્ષ્મમાં આનંદ માણવો નથી, સૂક્ષ્મમાં પ્રવેશ કરવો નથી, તેવા બધા ઉપર-ઉપરથી ધર્મક્રિયા કર્યું જાય છે સાચા આત્મસાધકો થોડા જ રહેવાના ? ઉ. યશોવિજયજી મહારાજે કહ્યું છે કે સ્તોwા-રત્નવનિન: રસ્તો વાત્મસાધવા ' રત્નના વેપારી કેટલા હોય! બહુ થોડા ને? તેમ આત્માના સાધક કેટલા? થોડા જ. રત્નના વેપારી જેટલા! જેમ રત્નોના વેપારી આંગળીને વેઢે ગણી શકાય, તેમ સાચા ધર્મ આરાધકો-આત્માના સાધકો પણ આંગળીને વેઢે ગણી શકાય તેટલા હોય. ઉપર ઉપરથી ધર્મની આરાધના કરનારા ઘણા હોય. સૂક્ષ્મ અર્થ સમજનારા, ધર્મનું રહસ્ય પ્રાપ્ત કરનારા ઓછા હોય. - જેમ કોઈ માણસને આંખે પાટા બાંધેલા છે, તેને ગુફામાંથી બહાર નીકળવું છે, ભીંતને હાથ લગાવી લગાવીને ચાલે છે.... જ્યાં દરવાજો આવે છે કે હાથને શરીર ખંજવાળવા ભીંત પરથી ઊઠાવી લે છે... દરવાજો જતો રહે છે, અને તે આગળ વધે છે... આમ એક ચક્કર, બીજું ચક્કર, ત્રીજું ચક્કર.....! એમ કરતાં કરતાં દરવાજો મળી જાય તો બહાર નીકળી જાય.... એમ તમે પણ જો લક્ષ રાખીને ક્રિયાઓ કરો તો દરવાજો ક્યારેક મળી જાય! ધર્મનું રહસ્ય ગુફામાં! એક વિદ્વાને ઠીક જ કહ્યું છે : “ધર્મનું રહસ્ય-તત્ત્વ ગુફામાં પડેલું છે! ધર્મસ્ય તત્ત્વ નિરિત TETયા ' કિંમતી વસ્તુ ખુલ્લી પડેલી ન હોય, ખુલ્લી રહેલી વસ્તુ કિંમતી હોઈ શકતી નથી. અમેરિકા સોનું ક્યાં રાખે છે? અણુબોમ્બ ક્યાં રાખે છે? તે રહસ્ય છે! વધુ કિંમતી વસ્તુ તાળાવાળી પેટીમાં રાખો ને? કોઈ તિજોરીમાં રાખે છે. કોઈને લાગે કે “ઘરમાં કિંમતી વસ્તુ સલામત નથી.” તો તે ‘સેઈફ વૉલ્ટ'માં રાખે છે ત્યાં વીજળીનો કરન્ટ હોય છે ને? જો કોઈ લેવા જાય તો? વસ્તુ જેટલી કિંમતી, તેટલી તે ઊંડાણમાં રખાય છે! ધર્મ સસ્તો નથી કે જે મીઠા-મરચાંની માફક ખુલ્લા બજારમાં મળી જાય! ધર્મતત્ત્વ મેળવવા માટે ઊંડાણમાં જવું પડશે. શ્રી સિદ્ધચક્ર most secret matter “હ્યાપિ શુદ્ધ તત્વ' છે, તેને પામવા માટે ગહેરાઈમાં જવા પ્રયત્ન કરો, પણ તે પ્રયત્ન તે જ શૂરવીર અને ધીરપુરૂષ કરી શકે કે જે કૃતનિશ્ચયી છે! પરમતત્ત્વ પામવાનું જેણે પ્રણ કર્યું છે! For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૪૯ તપ બે પ્રકારે છે : બાહ્ય તપ અને અભ્યતર તપ. બાહ્ય તપ છ પ્રકારે છે : બાહ્ય તપના છ પ્રકાર : (૧) અનશન તપ: ભોજનનો ત્યાગ, અલ્પકાલીન અને સર્વકાલીન, અનશનના આમ બે પ્રકાર છે. અકાલીન એટલે થોડો સમય ભોજનનો ત્યાગ, ઉપવાસ વગેરે. સર્વકાલીન અનશન એટલે જીવે ત્યાં સુધી અનશન વિMીવ ચારેય પ્રકારના આહારનો ત્યાગ. બેસણું, એકાસણું, આયંબિલ, ઉપવાસનો અનશનમાં સમાવેશ થાય છે, (૨) ઊણોદરી તપ : જેટલી ભૂખ હોય, તેનાથી થોડું ઓછું ખાવું. ચાર રોટલી ખાતા હોઈએ તો ત્રણ ખાવી! બે કોળિયા પણ ઓછું ખાવું તે ઊણોદરી. (૩) વૃત્તિ સંક્ષેપ : ભોજનની વેરાઈટી-સામગ્રી ઘણી છે. ૧૫-૨૦ છે, તેમાંથી બે-ચાર કે વધુ વસ્તુનો ત્યાગ. ભોજન માટેની વૃત્તિ રોકવી. (૪) રસત્યાગ: રસનો ત્યાગ એટલે જીભને પ્રિય એવા રસવાળા પદાર્થોનો ત્યાગ કરવાનો. ઘી, દૂધ, દહીં, મીઠાઈ, ફરસાણ .... વગેરે પદાર્થોનો શક્ય ત્યાગ, રસવાળા પદાર્થોનો ત્યાગ અથવા જેનાથી જીભમાંથી રસ છૂટે તેનો ત્યાગ! (૫) કાયફ્લેશ : આ તપન ભોજન સાથે સંબંધ નથી. તેનો સંબંધ શરીર સાથે છે. શરીરને કષ્ટ દેવું. શરીર કહે કે “તડકામાં નથી ચાલવું' તો તમે કહો: “ચાલવું પડશે.' તે કુદમ મદારુનનું ગરમીમાં જાણીબૂઝીને તડકામાં ચાલો તો તે તપ! એમ ભિન્ન ભિન્ન રીતે કાયાને જાણીબૂઝીને કષ્ટ આપવું તે પણ તપ છે. (૭) સંલીનતા ઃ શરીરની ચંચળતાનો ત્યાગ. ચંચળતાનો ત્યાગ એટલે શરીરને સ્થિર રાખવું. હાથ પણ ન હલાવે, પગને ઊંચો ન કરે. એક આસને, એક મુદ્રાએ બેસવું તેનું નામ સમ્યક્ લીનતા. કાયાનું કોઈ જાતનું હલન-ચલન નહીં. કાયાની કોઈ ક્રિયા નહીં. તપશ્ચર્યાના કેવા સરળ માર્ગો છે આ? કોઈ કહે : “ઉપવાસ નથી થતો' તો કાંઈ નહીં, ઊણોદરી તપ કરો. થોડું ઓછું પણ ખાવાનું ન પાલવતું હોય અને સિંહ માફક ભોજન પર તૂટી પડતા હો તો ટેસ્ટફુલ વેરાયટીઓમાંથી એકાદ ઓછી કરો! સ્વાદિષ્ટ પદાર્થોમાંથી ત્યાગ કરી ન શકતા હો તો કોઈ એકાદ વિગયનો ત્યાગ કરો, અનશન ન કરો, તો ઊણોદરી કરો, તે ન બને તો ખાવાની વસ્તુઓ ઓછી કરો, તે ન બને તો છેવટે કોઈ એક પ્રિય વસ્તુનો ત્યાગ કરો. આ તો નાનાં બાળકો પણ કરી શકે! For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું પ્રિયવસ્તુનો ત્યાગ કરો : ગૃહસ્થજીવનની વાત છે. એક વખત અમે કલકત્તા ગયા. સાધુજીવનમાં નહીં, ગૃહસ્થજીવનમાં. અમે બાર છોકરાઓ હતા. યાત્રા માટે નીકળ્યા હતા. કલકત્તામાં ત્યાંના એક સજ્જનને ત્યાં જમવાનું નિમંત્રણ મળ્યું. અમારી સાથે ૧૦-૧૦ વર્ષના નાના બે છોકરા હતા. અમે ભોજન કરવા બેઠા. અમારામાંથી ઘણા સાધુ બનવાની ભાવનાવાળા હતા. બે નાના છોકરા હંમેશાં ભોજન વખતે મારી જમણી અને ડાબી બાજુ બેસતાં. પણ આ દિવસે તેઓ બન્નેએ સિંડીકેટ કરી હતી. બન્ને સાથે બેઠા. બીજી બાજુ પીરસવાનું શરૂ થયું. દૂધપાકની સરસ મીઠી સોડમ આવી. પીરસનાર પહેલાં મારી પાસે આવ્યા. મેં તો દૂધપાક લીધો! પછી નાના બાળકો પાસે ગયા, તો તેમણે ના પાડી! દૂધપાક તેમને ખૂબ પ્રિય! છતાં તેમણે તો ના પાડી. મેં તેમને પૂછ્યું તો તેમણે કહ્યું : “જે વસ્તુ વહાલી હોય તેનો ત્યાગ કરવો,” એવું ગુરૂમહારાજે શીખવેલું છે ને!” હું તો એ બે બાળકોને જોઈ જ રહ્યો! મને થયું : બાળકોનો કેવો અદ્દભુત ત્યાગ! હું ત્યાગ ન કરી શક્યો એનો મને પારાવાર પશ્ચાત્તાપ થયો! લક્ષ્ય હોય તો આમાંથી કોઈ ને કોઈ તપ કરી શકાય. એક નહીં તો બીજું! કાયક્લેશનું તપ પણ કરી શકાય. કોઈ પરમાર્થ કે પરોપકારનું કામ કરતાં કરતાં, સેવા કરતાં કરતાં કાયાને થકવી નાખવાની! તે કાયક્લેશ તપ કહેવાય. એવી રીતે સંલીનતા, એટલે કાયાને સ્થિર રાખવાની. આવા છ પ્રકારના બાહ્ય તપની આરાધના કરતાં કરતાં અત્યંતર તપમાં પ્રવેશી શકાય. અત્યંત૨ તપના છ પ્રકાર : ૧. અત્યંતર-આંતરિક તપમાં પ્રથમ પ્રાયશ્ચિત્ત. જે કાંઈ ભૂલ-પાપ જીવનમાં થાય તે ગુરૂમહારાજ પાસે નિવેદિત કરે અને ગુરૂમહારાજ તે પાપોનું જે પ્રાયશ્ચિત્ત આપે, તે પ્રાયશ્ચિત્ત કરવાનું. તેમાં તપ, સ્વાધ્યાય, નવકારવાળી.... જે કાંઈ કરવાનું આવે તે કરવાનું. હૃદયની નિર્મળતા-અભ્યતર તપમાં સર્વ પ્રથમ આવશ્યક છે. જ્યાં સુધી પાપ છુપાવશો, ત્યાં સુધી આત્માની નિર્મળતા પ્રાપ્ત થશે નહીં. પછી પ્રસન્નતા, નિર્ભયતા, અને નિશ્ચિતતા ક્યાંથી આવવાનાં? હૃદય અશાંતિનો અનુભવ કરશે... માટે સૌથી પહેલાં કચરો કાઢો... હૃદય સ્વચ્છ-નિર્મલ બનાવો. ૨. વિનય: ગુરુમહારાજ પાસે વિનયપૂર્વક જવું, વિનયથી, નમ્રતાથી વાત For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૫૧ કરવી. વિનયમાં હોય છે સરળતા. વિનયમાં હોય છે હૃદયની કોમળતા. વડીલોનો-ગુરૂજનોનો વિનય એ તો ધર્મનું મૂળ છે. “વિનયમૂનો ઘો.” “ધર્મનું મૂળ વિનય છે. હૃદયની કોમળતા વિના, વડીલો પ્રત્યે વિનય વગર કોઈ ગુણ ટકે નહીં. વિનયને આધીન સર્વ ગુણો છે. અને વિનયશ્વ મારૂંવાયત્ત:' મૃદુતાના સ્ટેજ પર વિનય ઊભો રહી શકે છે! તે સ્ટેજ હઠાવો તો વિનય ખાડામાં! વિનય માટે હૃદય કોમળ જોઈએ, મૃદુ જોઈએ. ૩. સ્વાધ્યાય : જેના જીવનમાં વિનય તેના જીવનમાં સ્વાધ્યાય, સ્વાધ્યાય એટલે અધ્યયન. નવું જ્ઞાન-સમ્યગુ જ્ઞાન..... પરમાત્મા જિનેશ્વરદેવોના શાસનનું જ્ઞાન મેળવવા નિરંતર પ્રયત્ન કરવાનો, ભણેલું ભુલાઈ ન જાય તે માટે વારંવાર તેનું પુનરાવર્તન કરવાનું, રીવિઝન કરવાનું. ૪. ધ્યાન ઃ જ્ઞાન પ્રાપ્ત થયા પછી તેનું સ્થિરીકરણ ધ્યાનથી થાય. દૂધ સ્થિર રહે તો દહીં મળે. રાતમાં બે-ચાર વખત હલાવી જુએ કે “દહીં થયું છે કે નહીં?' તો દહીં બને ખરું? ધ્યાનથી જ્ઞાનને સ્થિર કરાય છે. જ્ઞાન અને ધ્યાને આવ્યા પછી અભિમાનની કોઈ વિકૃતિ પેદા ન થાય તેનું લક્ષ્ય રાખવું જોઈએ. ૫. વૈયાવચ્ચ : આચાર્ય, ઉપાધ્યાય, નૂતન દીક્ષિત, વૃદ્ધ, બીમાર સાધુ, બાલમુનિ વગેરેની સેવા-ભક્તિ. ગૃહસ્થો માટે કોઈ બીમાર સાધર્મિકની સેવા તે વૈયાવચ્ચ છે. ઘરમાં જે પરિવાર છે, તેમને તમારા સાધર્મિક સમજો છો? આ મારા સાધર્મિક છે' એમ સમજીને સેવા કરો તો તે ધર્મ, પરંતુ આ મારી પત્ની છે, આ મારાં બાળકો છે” માટે સેવા કરો તો તે ગૃહસ્થ જીવનનું કર્તવ્ય! ફરજ! પણ વૈયાવચ્ચને તપ ન કહેવાય! ક્રિયા સાથે જ્ઞાનદૃષ્ટિ જોઈએ! દૃષ્ટિમાં તો ગજબ જાદુ છે! દૃષ્ટિ બદલાય તો જેટલા આશ્રવ છે, તેટલા સંવર બની જાય! મંત્રીએ રાજાને ગટરનું પાણી પિવડાવ્યું રાજા અને મંત્રી જતા હતા. ત્યાં માર્ગમાં ગટર આવી. ખૂબ જ દુર્ગધ આવી. રાજાએ નાક દબાવ્યું. પછી ચર્ચા ચાલી. મંત્રીએ કહ્યું : 'બધા પુદ્ગલોના ખેલ છે! શું ગંદું કે શું ચોખ્ખું?” પછી મંત્રીએ નોકર પાસે ઘડામાં તે ગટરનું પાણી મંગાવ્યું. એક ઓરડામાં સાત સ્ટેજવાળી ઘોડી બનાવી. સહુથી ઉપર પેલા ગંદા પાણીનો ઘડો મૂક્યો. For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર હદયકમલ મેં ધ્યાન ધરત હું તેની નીચે બીજો ઘડો મૂક્યો. એમ એક નીચે બીજા સાત ઘડા મૂક્યા. દરેક ઘડાની નીચે કાણું અને ઉપર ગરણું! ઉપરના ઘડામાંથી પાણી ટપકીને નીચેના ઘડામાં જાય. પહેલા ઘડાનું પાણી ગળાઈને બીજા ઘડામાં... તે પાણી ત્રીજા ઘડામાં ગયું... તેમાંથી ચોથા ઘડામાં આવ્યું.... ચોથા ઘડાની આસપાસ અંદર... બહાર સુવાસિત પદાર્થ રાખ્યા હતા. પાણી સુવાસિત બની પાંચમા ઘડામાં આવ્યું. ત્યાંથી છઠ્ઠા અને પછી સાતમા માં આવ્યું. સાતમા ઘડાનું પાણી સ્વચ્છ, સુગંધી અને સ્વાદિષ્ટ બની ગયું હતું. રાજાને પોતાને ઘેર ભોજન માટે આમંત્રીને આ પાણી રાજાને પિવડાવ્યું! મહારાજાએ તે પીધું અને કહ્યું : “શું સરસ સરબત છે!” બીજું માંગ્યું. મંત્રીએ આપ્યું. મહારાજાએ પૂછ્યું : “આવું પાણી લાવ્યા ક્યાંથી? આવું પાણી .તો મેં જિંદગીમાં પીધું નથી.” મંત્રી કહે છે : “મહારાજા, પીવામાં મજા છે, જોવામાં નથી.' મહારાજાએ જીદ પકડી! મારે આ પાણી ક્યાંનું છે, તે જોવું છે!' મંત્રીએ ફરીથી કહ્યું કે : “પીવામાં જે મજા છે, તે જોવામાં નથી! પણ રાજાની જીદ! મંત્રીએ કહ્યું : “ભલે, ચાલો બતાવું!' મંત્રી રાજાને પેલા ઓરડામાં લઈ ગયા. રાજાએ કહ્યું : “આ શું?” મંત્રીએ કહ્યું પેલું ગટરનું દુર્ગધવાળું પાણી તમને આ જ પાણી રીફાઈન્ડ કરીને, શુદ્ધ કરીને પિવડાવ્યું.” વૈયાવચ્ચ : મહાન તપ : દૃષ્ટિમાં ફરક છે! ગટરમાં ગંદું પાણી લાગ્યું. મકાનમાં સ્વાદિષ્ટ પાણી લાગ્યું! દૃષ્ટિનું પરિવર્તન કરવું એ એક કળા છે. તે જો આવડી જાય તો સરળતાથી ભવસાગર તરી જવાય. વૈયાવચ્ચ એટલે સેવા. બીમારની સેવા તે ઉત્તમમાં ઉત્તમ સેવા છે-તપ છે. જીવોને શાતા આપવી, સમાધિ આપવી, સમતા આપવી-એ ઉત્તમ સેવા છે. કોઈ આત્માને શાંતિ આપવી, દવાનું અનુપાન આપવું, શરીર દબાવવું, દવા દેવી-વગેરે સેવા કરવી તે વૈયાવચ્ચ. આવી સેવા કરવાનો અવસર ઉપધાન તપમાં ઘણો મળે! ઉપધાન તપ કરી રહ્યા છો ને? જેઓ ઉપધાન તપ ન કરી શકે તેઓ ઉપધાન કરનારની સેવા તો કરી શકે ને? ઉપધાન એ તપ છે, તેમ સેવા એ પણ તપ છે! For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી નવપદ પ્રવચન ઉપધાનમાં તપના ૧૨ પ્રકારનો સમાવેશ : Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૩ ઉપધાનનું તપ બાહ્ય તપ છે, તેમાં વૈયાવચ્ચ-સેવા તે અત્યંતર તપ છે! સ્ત્રીઓ પણ આ તપ કરી શકે. કોઈ બાળકી ઉપધાનની તપશ્ચર્યામાં ઢીલી થઈ ગઈ હોય, તમે સશક્ત છો, ઢીલાની સેવા કરો તો તેને સાતા મળે અને પ્રેરણા પણ પ્રાપ્ત થાય. તેને થાય કે અહીં કોઈ મારી સેવા કરનાર છે!' ઉપધાનમાં બાહ્ય અને અત્યંતર તપ સહજ રીતે થાય છે. ઉપધાનમાં કોઈ દોષ લાગે તો આલોચના લખો, પ્રાયશ્ચિત્ત લો. સમય મળે સ્વાધ્યાય કરો. નવકાર-લોગસ્સનો કાયોત્સર્ગ કરો, બીમારની વૈયાવચ્ચ કરો, ગુરુજનોનો વિનય જાળવો અને પરમાત્માનું ધ્યાન કરો. ૧. અનશન તપ થાય છે! ઉપવાસ અને નીવી! ૨. ઊોદરી વ્રત. નીવી વખતે કરોને? તેથી તબિયત પણ સારી રહેશે! ૩. ઉપધાનની નીવીમાં વસ્તુઓ ઘણી હોય! તો જરૂર એક-બે વસ્તુ છોડી શકાય ને? આને વૃત્તિસંક્ષેપ તપ કહેવાય. શામાં મજા આવે? આ નાના છોકરાઓ ઉપવાસને દિવસે મસ્ત! નીવીના દિવસે વિકેટ ડાઉન! નીવી પછી શરીર થોડી બેચેની અનુભવે. ઉપવાસને દિવસે સવારથી સાંજ સુધી ઉલ્લાસ જ ઉલ્લાસ! ૪. રસત્યાગઃ નીવીને દિવસે નીવિયાતી વસ્તુઓ ઘણી હોય! એમાંથી જે ત્યાગ કરો તો રસત્યાગ કહેવાય. ૫. માળા ફેરવતી વખતે કાયાની સ્થિરતા રાખવી, તે સંલીનતા! ૬. કાયાને કષ્ટ તો આપો જ છો ને! ૧૦૦ લોગસ્સનો કાઉસગ્ગ કરો છો ને? ખમાસમણાં આપો છો ને! સંવત્સરીના પ્રતિક્રમણમા કેટલા લોગસ્સનો કાઉસ્સગ આવે? ૪૦ લોગસ્સનો ને? તે પણ વધારે લાગે, અહીં ઉપધાનમાં હંમેશ ૧૦૦ લોગસ્સનો કાઉસગ્ગ કરવાનો! પ્રતિદિન ૨૦ નવકારવાળી ફેરવવાની! કેવું તોમય જીવન! આમ બારેય પ્રકારના તપનો ઉપધાન તપમાં સમાવેશ થાય છે. હા, બાહ્ય તપ બીજાને દેખાય છે. અત્યંતર તપ બીજાઓને દેખાય નહીં! For Private And Personal Use Only તમે ઉપવાસ કર્યો તો તે તપ, પણ વિનય કર્યો તે? વિનય કરનાર તપસ્વી કહેવાય? આપણે ઉપવાસ કરનારને તપસ્વી કહીશું, પણ વિનયીને તપસ્વી કહીએ છીએ ખરા? Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧પ૪ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું સેવા કરનારને તપસ્વી કહીએ છીએ ખરા? એક ઉપવાસ કર્યો તેને તપસ્વી કહીએ છીએ, પણ બાર બાર કલાક સ્વાધ્યાય કર્યો હોય તો તેને તપસ્વી કહીશું? આપણી પાસે દૃષ્ટિ નથી. દૃષ્ટિને સૂક્ષ્મ અને વિશાળ બનાવો. દષ્ટિ જો સૂક્ષ્મ અને વિશાળ બને તો દરેક જીવ પ્રત્યે કેટલી સહાનુભૂતિ અને પ્રેમ પ્રગટે! અત્યંતર તપનું મૂલ્યાંકન કરો : સાધુ-સાધ્વીમાં પણ અનશન તપ જ રૂઢ થઈ ગયેલું છે. ઉપવાસ, આયંબિલ કર્યું હોય, તેને તપ ગણે, પણ સ્વાધ્યાયને તપ ન ગણે! તપ કરનાર સ્વાધ્યાય ન કરે તો પણ તે તપસ્વી! સ્વાધ્યાય કરનાર ઉપવાસ આદિ ન કરે તો તે તપસ્વી નહીં! બાહ્ય તપ તો અત્યંતર તપની ભૂમિકાએ પહોંચાડનારી સીડી છે. સીડી ઉપર પહોંચવા માટે છે. ઉપર પહોંચ્યા પછી સીડીને ગળે ન બાંધી રખાય. પછી તેનું વિશેષ મહત્ત્વ નથી. આત્મા જ્ઞાન-ધ્યાનમાં પરિપૂર્ણ લીન થઈ જવું જોઈએ. પછી તેની સામે રોટલી હોય કે ગુલાબજાંબુ હોય-બંને સમાન! રોટલી પ્રત્યે રોષ નહીં, ગુલાબજાંબુ પ્રત્યે રાગ નહીં. ઉપવાસ અને ભોજન-બંને એક સમાની રોટલી લખી હોય કે ઘીથી ચોપડેલી હોય બંને એક સરખી! બાહ્ય તપનું નિરંતર આલંબન રાખી અત્યંતર તપમાં પ્રગતિ કર્યું જાઓ. તપપદના ધ્યાન માટે મહાન તપસ્વીનું ધ્યાન ધરવાનું છે. જે તપસ્વી મહાન હોય, જેણે બાહ્ય અને અત્યંતર તપમાં અજોડ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય અને તેમાં લીનતા પ્રાપ્ત કરી હોય, તેવા તપસ્વીનું ધ્યાન ધરવાનું. ચંપા શ્રાવિકા : આવી એક પરમ તપસ્વિની ચંપા શ્રાવિકા ધ્યાનમાં આલંબન બની શકે. બહેનો ચંપા શ્રાવિકાને પોતાનો આદર્શ બનાવી શકે. તેણે છ માસના ઉપવાસ કર્યા હતા. અપ્રમત્તતા કેવી હતી? મહાન મોગલ સમ્રાટ અકબરને જગદ્ગુરુ હીરવિજયસૂરિજીનાં ચરણે ઝુકાવનારી ચંપા શ્રાવિકાની તપશ્ચર્યાનું અવલોકન કરવાની જરૂર છે. For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૫૫ ચંપા શ્રાવિકાની અપ્રમત્ત તપશ્ચર્યાએ અને પ્રસન્ન મુદ્રાએ અકબર ઉપર ગજબ પ્રભાવ પાડ્યો હતો. અકબરે હાથ જોડી પૂછ્યું : “આટલી શક્તિ ક્યાંથી પ્રાપ્ત કરી?' ચંપાએ કહ્યું : “જહાંપનાહ, આ કૃપા છે મારા દેવાધિદેવ અરિહંત પરમાત્માની તથા ગુરુ મહારાજ હીરવિજયસૂરિની.' ચંપાએ પોતાના ગુરુના અનેક વિધ ગુણ ગાયા. અકબરે તરત જ હીરવિજયસૂરિજીને દિલ્હી પધારવા નિમંત્રણ મોકલ્યું. ચંપાની છ મહિનાની ઉપવાસની તપશ્ચર્યા કેવી હશે તેના પર વિચાર કરજો. નદિષેણ મુનિ નંદિષેણ મુનિને અત્યંતર તપના આદર્શ બનાવો! તેઓ અપૂર્વ વૈયાવચ્ચે કરનારા મહામુનિ હતા. એક વખત દેવે તેમની કસોટી કરી. દેવે સાધુનું રૂપ લીધું. ઉપાશ્રયમાં આવ્યા. આ વખતે નંદિપેણને તપશ્ચર્યાના પારણાનો દિવસ હતો. ગોચરી લઈને આવ્યા, જ્યાં પાત્રો ખોલ્યા, ત્યાં પેલો દેવ સાધુવેશમાં આવ્યો અને કહેવા લાગ્યો: “પેલા સાધુ માંદા છે. હેરાન થાય છે. કપડાં બગડી ગયાં છે. મળમૂત્રમાં પડ્યા છે અને અહીં તમે ગોચરી કરવા બેઠા છો?' આ સાંભળી નંદિષેણ ગોચરી પડતી મૂકીને ઊઠ્યા. ગોચરી ત્યાં ને ત્યાં રહી. તેમણે કહ્યું : “મને ખબર નહીં, માફ કરો, હું હમણાં જ આવું છું.' દેવ તાડુકીને બોલ્યો: “શું ખબર નહીં? પેટ ભરવા સિવાય બીજી ખબર રાખવાની શી જરૂર? થઈ ગયા મોટા વૈયાવચ્ચ કરવાવાળા....!” પણ નંદિષેણ મુનિને જરાય રોષ ન આવ્યો. નંદિણ ત્યાં ગયા... બીમાર સાધુ પાસે. તે પણ દેવની માયા! કપડાં એવાં બગડ્યાં હતાં કે ન પૂછો વાત. વિષ્ટાથી ખરડાયેલાં... મુનિએ સાધુને પાણીથી સાફ કર્યા.... કપડાં ધોયાં.... બીમાર સાધુએ પણ સંભળાવ્યું. જોયા મોટા વૈયાવચ્ચ કરવાવાળા... અહીં ક્યારના પડ્યા છીએ! ખબર નથી?' આમ ગરમાગરમ શબ્દો સંભળાવે છે. મુનિ નંદિષેણ ઠંડા કલેજે વૈયાવચ્ચ કરે છે. શરીર ધોયું, કપડાં સાફ કર્યા, પછી કહ્યું : “ચાલો. સાધુ બોલ્યા : ચાલુ કેવી રીતે? તું જોતો નથી?' તો ભલે, મારા ખભા પર બેસી જાઓ, હું લઈ જાઉ!' નદિષેણે કહ્યું. નંદિષેણ તે સાધુને ખભા ઉપર બેસાડી જ્યાં દશ ડગલાં ચાલ્યા, ત્યાં સાધુએ વિષ્ટા કરી, નંદિષણનું શરીર બગાડી મૂક્યું. મુનિ નંદિષેણે મનમાં લેશમાત્ર For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૭ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું રોષ કર્યા વગર શાંતિથી શરીર સાફ કર્યું. અરુચિ બિલકુલ પેદા ન થઈ. સેવાની ભાવનાથી બધું કર્યું અને આગળ વધ્યા. જ્યાં દશ ડગલાં ગયાં, ત્યાં ફરીથી વિષ્ટા કરી. આમ છતાં વૈયાવચ્ચનો ભાવ જરાય ઢીલો ન પડ્યો, મનમાં એવો વિચાર ન આવ્યો કે ‘આટ-આટલી સેવા કરુંછું, તેની કોઈ કિંમત નહીં.... કોઈ સભ્યતા નહીં.... ઉ૫૨થી મને દબડાવે છે?’ આપણે હોઈએ તો? સંભળાવી દઈએ ને કે : 'ઠીક, ચાલતો થા તું. સભ્યતાનો ખ્યાલ પણ નથી રાખતો? સેવા કરીએ છીએ, છતાં આવું સાંભળવાનું? આ પડી તમારી સેવા, આવું સાંભળવા માટે સેવા નથી કરતા.... સમજ્યા?' સાચું કહો, આવું જ સંભળાવો ને? નંદિષેણ મુનિના મનમાં રોષ નહીં, અરુચિ નહીં. સેવાનો પાકો રંગ કે તે ઊતરે જ નહીં! ભલે ગરમ પાણીમાં નાંખો; સાબુ ઘસી નાખો, પણ રંગ તે રંગ-પાકો! લેશ માત્ર ઊતરે નહીં, કાચો રંગ હોય તો? જરાક પાણી નાખ્યું ને સાબુ લગાવ્યો કે રંગ ખલાસ! સેવાનો રંગ-વૈયાવચ્ચનો રંગ એવો પાકો લાગી જાય કે ગમે તેવી કસોટી થાય પણ ફિક્કો ન પડે. મુનિનું શરીર ફરીથી બગડ્યું. ગરમાગરમ અને ખારાખારા શબ્દો! છતાં ભાવમાં કોઈ ફેર નહીં. અંતે તે સાધુ નીચે ઊતર્યા. પોતાનું દેવરૂપ પ્રગટ કરી મુનિ નંદિષણના ગુણનાં વખાણ કર્યાં અને પોતાના સ્થાને ચાલ્યો ગયો. અત્યંતર તપ માટે નંદિષેણ મુનિનું ધ્યાન અનેક પ્રકારની પ્રેરણા આપે છે. કેવું હશે તેમનું મનોબળ? કેવું હશે તેમનું ઉત્તમ લક્ષ? મુનિવેષધારી દેવે એમની સેવાના ભાવ તોડી નાંખવા કેવા ઘણ માર્યા?.... છતાં એ દૃઢ ભાવને તોડી ન શક્યો. સારું છે કે આજે આપણી પરીક્ષા લેવા કોઈ દેવ આવતો નથી. શું આવે? કોઈ દૃઢ ગુણ હોય તો આવે ને! મામૂલી પ્રહારમાં જ જ્યાં ભાવો તૂટી જતા હોય છે, ત્યાં ભયંકર પ્રહારોની તો વાત જ ક્યાં? એક ભિખારીનો ત્યાગ! બાહ્ય તપ માટે આદર્શ છે એક ભિખારીનું. એક ભિખારી એક મુનિરાજના સંપર્કમાં આવ્યો. મુનિએ તેને પ્રતિજ્ઞા આપી: એક અનાજ એક વિગઈ અને એક શાકભાજીથી વિશેષ કંઈ ખાવાનું નહીં. ભિખારીનું શરીર રોગગ્રસ્ત હતું. ભિખારીના ભિક્ષાપાત્રમાં ઘઉંની રોટલી For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૫૭ આવી ગઈ એટલે હવે બીજા ધાન્યની રોટલી લેવાની વાત નહીં. એક શાક મળી ગયું પછી બીજું શાક લેવાનું નહીં, એક વિગઈ આવી ગઈ, હવે બીજી વિગઈ લેવાની નહીં. આ નિયમ તેણે બરાબર પાળ્યો. તે નીરોગી બન્યો. એક શ્રાવકને તેના પ્રત્યે સભાવ જાગ્યો. ગરીબ શ્રાવકની સારી ધર્મઆરાધના જોઈને, સારું જીવન જોઈને, તપોમય જીવન, સંયમમય જીવન જોઈને શ્રીમંત શ્રાવક તેની ગરીબાઈ મટાડડ્યા વિના રહે ખરા? આ મારો સાધર્મિક ભાઈ! કેવું પવિત્ર જીવન! પ્રભુપૂજા કરે છે, નીતિમત્તાવાળું જીવન ગાળે છે, તો મારે તેની ગરીબી મટાડવી જોઈએ'-આ વાત ગળે ઊતરે તેવી છે? ઠીક વાત છે? કુમારપાળનો પૂર્વભવઃ નરવીર : ગુજરાતના રાજા કુમારપાળના પૂર્વજીવનની વાત જાણો છો ને? પૂર્વભવમાં તે ખુનખાર ડાકુ હતો. ત્યાં જંગલમાં મુનિરાજ મળી ગયા. પછી ગયો તે આઢર શ્રાવકની પાસે. આઢર શ્રાવક કેવા? કોઈ પણ દુઃખી ગરીબ હોય તે આઢર શેઠની હવેલીએ જાય, ત્યાં તેને ભોજન મળે, નરવીર ત્યાં ગયો, પણ ભોજન કરવા ન બેઠો. શેઠે તેને બોલાવ્યો અને પૂછ્યું: “કેમ ભાઈ શા માટે આવ્યા છો?' નરવીર : “શેઠજી, ભોજન કરવા.” શેઠ : “તો પછી બેસી જા.' નરવીર : નહીં જી, મફતનું નહીં ખાઉં, સેવાનું કાર્ય બતાવો કામ કર્યા પછી જમું.” શેઠને થયું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, કોઈ આદર્શ રાખીને જીવન જીવે છે. આ સામાન્ય નથી, જરૂર પહેલાં સારી સ્થિતિ હશે, કારણવશાત્ આવું ભિખારી જેવું જીવન આવ્યું હશે.” શેઠે કહ્યું : તને નોકરીમાં રાખવામાં આવે છે. હવે ભોજન કરી લે. તારે એક કામ કરવાનું : જ્યાં હું ધર્મસ્થાને-ઉપાશ્રયે કે મંદિરે જાઉં ત્યાં મારી સાથે તારે આવવાનું. મારું બતાવેલું કામ કરવાનું.' અને તે નરવીર, શેઠનો જમણો હાથ-રાઈટ હેન્ડ બની ગયો! શેઠે નરવીરનો હાથ પકડચો. “મફતનું ભોજન નહીં, કાંઈ કામ કર્યા પછી ભોજન!” આ બાબતે શેઠને કર્યા હતા. For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૮ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું શ્રીમંતોમાં આવી ભાવના હોવી જોઈએ. તો સમાજનો થર ઊંચે જાય. ઉચ્ચ ધાર્મિક, નીતિમય જીવન જીવનારા ગરીબ શ્રાવકોનો શ્રીમંતોએ ઉદ્ઘાર કરવો જ જોઈએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ભિખારીએ લીધેલા ત્રણેય નિયમ જીવનભર પાળ્યા! ભિખારીએ ત્રણ નિયમનું દૃઢતાપૂર્વક સુંદર પાલન કર્યું. તેનો પરિવાર વધ્યો, પૈસાદાર થયો, પણ નિયમ ન તોડવા. શ્રીમંતાઈમાં પણ તેણે નિયમ નિભાવ્યા......... ટૂંકાવ્યા, ગરીબાઈમાં લીધેલા નિયમ શ્રીમંતાઈમાં ટકાવે તે મહાન! ગરીબાઈમાં નિયમ લો. ભાગ્ય ફર્યું, શ્રીમંત બન્યા. હવે શું કરવાનું? નિયમ અંગે કંઈ ને કંઈ બહાનાં શોધો ને? ‘પહેલા રૂપિયાના ૬૪ પૈસા હતા તે હવે ૧૦૦ પૈસા છે,' નિયમ વખતે મેં પર્સનલ અમુક રૂપિયા માટે ધારણા કરી હતી.... આ સંપત્તિ પર્સનલ નથી.' લાખો રૂપિયા કમાયા પછી પોતાની પત્નીના નામે, દીકરાને નામે બેંકમાં જમા ક૨ાવોને? હા, શ્રીમંતાઈમાં નિયમ ટકાવવો મુશ્કેલ છે. આ ભિખારી મરીને રાજાને ત્યાં જન્મે છે, ત્યાં રાજ્યમાં ૧૨ વર્ષનો દુકાળ પડવાનો હતો. તે દુકાળ એના જન્મથી ટળી ગયો! રાજાએ આ જોયું તો તેણે જ્યોતિષીને પૂછ્યું : ‘આ શું? તમે તો દુકાળ કહેતા હતા ને? અહીં તો સુકાળ છે! ક્યાં ગયું તમારું જ્યોતિષશાસ્ત્ર?' જ્યોતિષીએ કહ્યું : ‘મહારાજા, કોઈ અગમ્ય કુદરતી ઘટના બને ત્યારે આ પ્રમાણે થાય; આપને ત્યાં મહાન તપસ્વી જીવનો રાજકુમા૨ તરીકે જન્મ થયેલો છે, તે મહાન ભાગ્યશાળી છે, તેમના પ્રભાવથી આ ફેરફાર થયો છે,’ આજના તપપદના ધ્યાન માટે આ ભિખારીનો આદર્શ સામે રાખીને ધ્યાન ધરવાનું છે. પ્રતિજ્ઞાપાલન મહાન ધર્મ : એ નિયમમાં કેટલી દૃઢતા હતી? ઘરમાં વૈભવ હતો, બધા સુંદર સુંદર વસ્તુઓ ખાતા હતા. છતાં એનું મન લલચાતું નહીં હોય? બધા માલ ઉડાવતા હશે ત્યારે તેની પત્નીએ આગ્રહ નહીં કર્યો હોય? તેના દીકરાએ એમ નહીં કહ્યું હોય કે ‘પિતાજી! નિયમ લીધો ત્યારે તમે ગરીબ હતા, આજે સ્થિતિ પલટાઈ છે, તો નિયમ પણ પલટાવો જોઈએ!’ આમ ઘરના લોકોએ શું આગ્રહ નહીં કર્યો હોય? એમ પણ કહ્યું હશે કે For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧પ૯ હમણાં નિયમ જવા દો. ગુરુમહારાજ આવે તો કહી દેજો અને પ્રાયશ્ચિત્ત લઈ લેજો!' આ તપપદના ધ્યાન માટે ધન્ના અણગારનો આદર્શ પણ રાખી શકાય, પણ ભિખારી માટે ભિખારીનો આદર્શ જ ઠીક રહેશે! શું આપણે શ્રીમંત છીએ? સાધનામાં તો ભિખારી જ છીએ ને? નવપદનું ધ્યાન પ્રતિદિન ધરો. પ્રયત્નપૂર્વક અને નિષ્ઠાથી ધ્યાન ધરો. આત્મા નિર્મળ થશે, વર્તમાન જીવનમાં સુખ, શાંતિ અને સમાધિ પ્રાપ્ત થશે. મંગલમય જીવન જીવીને અંતે મોક્ષ દશા પ્રાપ્ત કરનાર બનો એ જ મંગળ કામના. - પદ વર્ણ જાપનું પદ અરિહંત સફેદ સિદ્ધ લાલ આચાર્ય પીળો ઉપાધ્યાય લીલો કાળો સાધુ દર્શન % હું નમો અરિહંતાણં ૐ હ્રીં નમો સિદ્ધાણં ૩૦ હીં નમો આયરિયાણ કે હીં નમો ઉવજઝાયાણં ૐ હ્રીં નમો લોએ સવ્વસાહૂણે ૐ હ્રીં નમો દંસણમ્સ 3% હીં નમો નાણસ્સ હીં નમો ચારિત્તસ્સ ૩૦ હીં નમો તવસ્સ સફેદ જ્ઞાન સફેદ ચારિત્ર સફેદ સફેદ For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનામૃત આપણી વિચારસૃષ્ટિનું કેન્દ્રસ્થાન “નવપદ બની જાય અને આપણું મન એ કેન્દ્રસ્થાને સ્થિરતા અનુભવે ત્યારે અપૂર્વ આનંદની અનુભૂતિ થાય. નવપદ સાથે જોડાયેલું મન અભુત ચમત્કારો સર્જે છે. આત્માનું ભવ્ય ઉત્થાન કરે છે... આધ્યાત્મિકતાનાં ઉચ્ચ શિખરો હાંસલ કરાવે છે. બસ, મન નવપદ સાથે જોડાવું જોઈએ મનને નવપદ સાથે જોડવા માટે, સંબંધ બાંધવા માટે માત્ર વાંચન ન ચાલે, તે માટે જોઈએ વારંવારની ભાવના! સ્થિર આસને બેસીને, મધુર શબ્દોમાં આપણે એક-એક પદની ભાવના ભાવતા રહીએ... રોજ-રોજ ભાવીએ.... નવપદની સાથે આંતરપ્રીતિનો સંબંધ બંધાશે. આ ભાવના લખેલી નથી! પ્રગટેલી છે. શ્રી સિદ્ધચક્રજીના મહાપૂજનના સમયે સ્વયંભૂ આત્મામાંથી પ્રગટેલી છે! જ્યારે આ ભાવનાઓ વાણીના માધ્યમથી પ્રગટતી હતી ત્યારે એક મુમુક્ષુ આત્માએ એને અક્ષર દેહ આપ્યો હતો. સહુ નવપદપ્રેમી આત્માઓ આ ભાવનામૃતનું પાન કરી અનહદ આનંદ અનુભવે એ જ મંગલ કામના. - ભદ્રગુપ્તવિજય T અરિહંત-પદ હે પ્રભુ! આપ ત્રણ ભુવનના નાથ છો. વિશ્વનું કલ્યાણ કરનારા છો. ભવાટવીમાં સાર્થવાહ છો, ભવસમુદ્રમાં નિર્ધામક છો. અમે આપના શરણે આવ્યા છીએ; અમને આ ભવ-જલધિથી પાર કરો. ભવરૂપી અટવીમાં ક્રોધ-માન-માયા અને લોભારૂપી ચારેય શત્રુ અમારી આત્મસંપત્તિ-ક્ષમા, નમ્રતા, સરળતા અને નિર્લોભતાને લૂંટી રહ્યા છે. તે નાથ, અમે આપના શરણે આવ્યા છીએ. મન, વચન, કાયાથી અમે આપના ચરણે સમર્પણ કર્યું છે.... આપ જ અમારા સર્વસ્વ છે. For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ ભાવનામૃત જગન્નાથ! છતાં અમારા ચિત્તમાં શાંતિ કેમ નથી? 'शरण्य! कारुण्यपरः परेषां निहंसि मोहज्वरमाश्रितानां । मम त्वदाज्ञां वहतोऽपि मूर्जा शान्ति न यात्येष कुतोऽपि हेतो।। હે પ્રભુ! આપ દેવ-દેવેન્દ્રોથી પૂજિત છે. જ્યારે આપનો જન્મ થયો હતો, ત્યારે ઇન્દ્રનું સિંહાસન પણ ડોલી ઊઠ્યું હતું, જન્મ સમયે ઇન્દ્ર અહીં આવ્યા, સૌધર્મેન્દ્ર પાંચ રૂપ કર્યા અને નાચતો-કૂદતો આપને મેરૂગિરિ પર લઈ ગયો. ત્યાં ઠાઠમાઠથી ચોસઠ ઇન્દ્રોએ અને કરોડો દેવોએ આપનો જન્માભિષેક મહોત્સવ મનાવ્યો.. છતાં આપના અંતઃકરણમાં તો જરાય ઉત્કર્ષ ન જાગ્યો! ધન્ય મારા હૃદયેર! સૌધર્મેન્દ્ર આપની સામે બળદનું રૂપ કરી નાચતો હતો, શું સમજીને? “પ્રભુ! હું આપની સામે ન તો દેવરૂપમાં ઊભો રહી શકું.... ન તો મનુષ્યરૂપે. હું તો આપની સામે પશુતુલ્ય છું.” જ્યારે ઈન્દ્ર પણ આપની સામે પોતાની જાતને પશુ સમજે છે તો અમે? અરે, અમે તો પશુથી પણ ઊતરતી કક્ષાના છીએ. દીક્ષા લઈને આપે ઘોર ઉપસર્ગ સહન કર્યા. ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી આપે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આપે ધર્મતીર્થની સ્થાપના કરી. દેવોએ સમવસરણ બનાવ્યું. અષ્ટ પ્રાતિહાર્યની દિવ્ય વિભૂતિથી આપ શોભાયમાન હતા. અશોકવૃક્ષની શીતલ છાયા આપના સમવસરણ પર છાયેલી હતી. આપના ઉપર ત્રણ છત્ર શોભતાં હતાં. પાછળ ભામંડલ ઝગમગ-ઝગમગ થતું હતું. આપની બે બાજુ દેવો ચામર વીંઝી રહ્યા હતા. મણિજડિત સિંહાસન પર આપ બિરાજતા હતા. દિવ્ય ધ્વનિનું ભવ્ય સંગીત અને દુંદુભિના નાદથી વાતાવરણ પ્રફુલ્લ બનેલું હતું. પંચવર્ણનાં સુગંધિત પુષ્પોની વૃષ્ટિ થતી હતી.... આપના સમવસરણની કેવી અદ્દભુત શોભા! છતાં આપને ન હતો કોઈ પર રાગ અને ન હતો કેષ! આપની આ દિવ્ય વિભૂતિનાં જેણે દર્શન કર્યા તેનો જન્મ સફળ થઈ ગયો.... પરંતુ મારા દેવ! તે સમયે હું ક્યાં ભટકતો હતો? જ્યારે આપ અહીં હતા ત્યારે તો મેં આપનાં દર્શન ન કર્યા.... કર્મોએ મારા પર ક્રૂરતા વરસાવી.... For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૨ હદયકમલ મેં ધ્યાન ધરત હું કર્મરૂપી કુંભારે સંસારરૂપી ચાકડા પર ચઢાવી, કુબોધરૂપી દંડાથી ઘુમાવી... મને દુઃખપૂર્ણ ભાજન બનાવ્યો... હે નાથ, આવા કૂર કર્મોથી આપ મારૂં રક્ષણ કરો. આપ તરણતારણ છો.. અમે આપના ચરણોમાં આવ્યા છીએ.. અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે હવેના ભાવોમાં આપનાં ચરણોને છોડી કોઈનાં ય ચરણો અમે નહીં સ્વીકારીએ. ભવોભવ તમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાધિદેવા, સામું જુઓને સેવક જાણી, એવી સેવકજનની વાણી. અમે આપના ચરણસેવક છીએ.... રજતુલ્ય છીએ. અમે મોહમાયામાં ફસાયેલા છીએ. અઢાર પાપસ્થાનકોમાં આત્મભાન ભૂલેલા છીએ.... પરંતુ આજ અમે ધન્ય છીએ. કૃતપુણ્ય છીએ.... કારણ કે આજ આપનાં દર્શન મળ્યાં! આટલા દિવસ તો આપના શાસનના સ્વરૂપને અમે સમજ્યા ન હતા. આજ આપની અનંતકૃપાથી કંઈક સ્વરૂપ સમજી શક્યા છીએ. હવે અમને કોઈ ડર નથી! કારણ કે અમે આપની આંગળી પકડી છે. હા, એ આંગળી છૂટી ન જાય એ માટે કૃપા આપે કરવી પડશે! આપ અચિજ્ય કૃપા-કુંભ છો. હે ત્રિભુવનનાથ! હે જગદીશ્વર! હે કરુણાસિંધુ! હે ત્રિલોકપતિ. કૃપા કરો... એકવાર પુનઃ અમે પ્રાર્થના કરીએ છીએ.... ઘટ-ઘટમાં આપનું ધ્યાન રહો.... અમે આપના સ્વરૂપમાં લીન થઈએ. પુનઃપુનઃ પ્રાર્થના કરીએ છીએ કે અમારા આત્માને આપ પવિત્ર કરો. સિદ્ધ-પદ) હે અનંત સિદ્ધ પરમાત્મા! આપ ચૌદ રાજલોકના ઉપર સિદ્ધશિલા પર બિરાજમાન છો. આપે અક્ષયઅનન્ત-અવિનાશી સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે. હે ભગવંત! આપનો પ્રભાવ અચિંત્ય છે. જે કોઈ આપનું ધ્યાન ધરે છે, તેનું અવશ્ય કલ્યાણ થઈ જાય છે. આપનું ધ્યાન ધરવાથી આત્મા નિર્મલ બને છે; ભવબંધન તૂટી જાય છે. આપે ચાર ઘાતી અને ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, અગુરુલઘુતા, અરૂપિતા, અક્ષય-સ્થિતિ અને વીતરાગતા પ્રાપ્ત કરેલ છે. અમે પણ ચાહીએ છીએ કે અમારાં કર્મોનો પણ ક્ષય થઈ જાય, અમારા જીવનમાં પણ એવો ધન્ય દિવસ આવે, પરંતુ પ્રભો! For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાવનામૃત ૧૭૩ આપની કૃપા જોઈએ. અમારી તો શક્તિ જ નથી. હા, આપ અમારામાં શક્તિનો સંચાર કરો તો કામ થઈ શકે.... જરૂર. પ્રભો! આપ અરૂપી છો! અમે અરૂપી વસ્તુનું ધ્યાન કેવી રીતે ધરીએ? આપના અરૂપી રૂપને મૂર્તિમાન બનાવીને તેનું ધ્યાન અમે કરી શકીએ. જો આપની કૃપા મળી જાય તો આ કાર્ય સરળ બની શકે. અમારા આત્મ-પાત્રમાં નિરંતર આપની કૃપા વરસતી રહો. Acharya Shri Kailassagarsuri Gyanmandir યદ્યપિ આપ ચતુર્ગતિમય સંસારથી બહાર છો, તથાપિ સાંભળ્યું છે કે જે કોઈ આપનું ધ્યાન ધરે છે તે આપના જેવો બની શકે છે. શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ કહ્યું છે: ‘તું હી અળગો ભવ થકી પણ ભવિક તાહરે નામ રે, પાર ભવનો તેહ પામે, એહ અરિજ કામ રે...’ હે પ્રભુ! આપનું ધ્યાન ધરતાં ધરતાં ભવ્યાત્મા આપના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. પ્રભો! આપની પાસે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય છે. અમે એમ નથી કહેતા કે આપ આજ ને આજ અમને બધું આપી દો. પરંતુ થોડું થોડું પણ આપવાની કૃપા કરો. અમને વિશ્વાસ છે કે આપ આપો છો... હા, આપવાની રીત અમે નથી જાણતા. આપમાં રાગદ્વેષ નથી છતાં ય આપ આપો છો! E હે અનંત સિદ્ધ ભગવાન! આપ અરૂપી બન્યા, સિદ્ધિગતિના ભાગી બન્યા, આપની પાસે અનુપમ, અકથનીય ગુણસમૃદ્ધિ છે, તેમાંથી આપ કાંઈ પણ આપી દો. મન-વચન અને કાયાથી અમે આપને સમર્પિત છીએ. ભવોભવ અમને આપનું શરણું આપો. ચા૨ ગતિથી છુટકારો કરી દો. ભવભ્રમણથી મુક્ત કરી દો. રાગ-દ્વેષ, આધિ, વ્યાધિ જન્મ-મરણથી છુટકારો કરી દો. આપ અમારી વિનંતીનો સ્વીકાર કરો.... આપ જ અમારા ‘યોગક્ષેમ’ કરનારા છો. ૐઆચાર્ય-પદ 號 કે વિશ્વવંદનીય! પંચાચારની પ્રભાવના કરનારા આચાર્ય ભગવંત! આપના ચરણોમાં અમે વંદના કરીએ છીએ. આપ ‘પંચપરમેષ્ટિમાં તૃતીય પદ ઉપર આરૂઢ છો. આપે આપના જીવનને પંચાચારથી પવિત્ર બનાવ્યું છે. આપ પરમાત્મ શાસનને For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું સમર્પિત છો. આપે જ્ઞાનાચાર, દર્શનાચાર, તપાચાર અને વર્યાચારની સુંદર આરાધના કરી છે અને જે કોઈ આપના શરણે આવે છે; તેને પંચાચારનું દાન દઈ, તેની આરાધના કરાવો છો. શરણે આવેલા જીવોનાં ચારિત્રનું યોગક્ષેમ” કરો છો. આપનો સ્વભાવ “ભીમ’ અને ‘કાન્ત’ ગુણોથી યુક્ત હોય છે. આપની એક જ ભાવના નિરંતર રહે છે કે “મારા શરણે આવેલા જીવો મોક્ષ-માર્ગમાં આગળ ને આગળ વધે.’ આ ભાવનાને મૂર્તિમંત કરવાનું કાર્ય આપ હરહંમેશ કરતા રહો છો. આપ વિષય-કષાયથી દૂર છો. બીજા જીવોની વિષય-કષાયની આગને આપ આપની વાણીથી શીતલ કરો છો. આપની ચિત્તપ્રસન્નતા અને આત્મતૃપ્તિ અપૂર્વ કોટિની છે. આપ અદ્દભુત છત્રીસ ગુણોના માલિક છો. પાંચ ઇન્દ્રિયો પર આપનો અંકુશ અવર્ણનીય છે. બ્રહ્મચર્યનું પાલન અપૂર્વ કોટિનું છે. કષાયોનું તો આપમાં નામનિશાન દેખાતું નથી. પાંચ મહાવ્રતોનું પાલન કેવું નિરતિચાર છે! પંચાચારની પ્રભાવનામાં આપ કેવા તત્પર છો! પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલનમાં આપ અપ્રમત્ત છો. ષકાયના જીવોના આપ સંરક્ષક છો. પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયના જીવો પર આપ અનંત કરુણા ધારણ કરો છો. ષકાયના જીવોને આપે અભયદાન આપેલું છે. આપની પરમ કૃપાના સહારે અમે પણ પાંચ ઇન્દ્રિયો અને ચાર કષાયો પર વિજય પ્રાપ્ત કરીએ. બ્રહ્મચર્યની નવ વાડોનું સુંદર પાલન કરનારા બનીએ. પાંચ મહાવ્રતોનું નિરતિચાર પાલન કરનારા બનીએ. પંચાચારનું પાલન કરતા પકાયના જીવોને અભયદાન આપીએ, એવી અમારી ભાવના છે. જીવમાત્ર પ્રત્યે આપના હૃદયમાં કલ્યાણની ભાવના છે. “સહુનું કલ્યાણ થાઓ.” કેવી સુંદર અને અદ્ભુત ભાવના! અમારા હૃદયમાં પણ આવી ભાવના પ્રગટ થાય તેવી કૃપા કરો. शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः ।। સમસ્ત વિશ્વનું શિવ હો.... કલ્યાણ હો... મંગલ હો. સર્વ જીવો પરહિતમાં તત્પર હો. સર્વજીવોના દોષોનો ક્ષય હો.... સર્વત્ર સુખશાંતિનો પ્રસાર હો. For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનામૃત ૧૬૫ આપે સ્વાર્થભાવનાનું વિસર્જન કરી પરમાર્થ ભાવનાનું સર્જન કર્યું છે. આપે કેવળ ભાવનાથી જ સંતોષ ન માનતાં ભાવનાને ક્રિયાત્મક સ્વરૂપ આપ્યું છે. આપે ‘મિશન' જ એવું બનાવ્યું છે. તીર્થકર ભગવંતોના અભાવમાં આપ જ શાસનનું સુકાન સંભાળો છો. ભગવાન મહાવીર સ્વામી પછી આપ જ પરમાત્મશાસનને અમારા સુધી લઈ આવ્યા છો. આપે જે અનંત ઉપકાર કર્યો છે તેનું આંશિક મૂલ્ય પણ ચૂકવવા અમે સમર્થ નથી. આપે પરમાત્મશાસનનું દાન દઈને અમને મહાન ઉપકૃત કર્યા છે. અમે આપનું શરણ સ્વીકારીને અમારી જાતને કૃત-કૃત્ય સમજીએ છીએ. આપની કૃપા નિરંતર વરસતી રહો.... અમારા પર દયા કરો. * ઉપાધ્યાય-પદ હે ઉપાધ્યાય ભગવંત! પંચપરમેષ્ઠિમાં આપનું ચોથું સ્થાન છે. આપ પરમેષ્ઠિ છો. પરમ ઇષ્ટ છો. આપે અજ્ઞાનથી આંધળા બનેલા જીવોને જ્ઞાનની દૃષ્ટિ આપી છે. આપે અમારી આંખોમાં દિવ્ય-જ્ઞાનનું અંજન કર્યું છે. કેવો અનન્ત ઉપકાર! આપ જો અમારી આંખોમાં જ્ઞાનનું અંજન ન કર્યું હોત તો અમે આ વિશ્વને સમજી ન શકત. આપે અમને વિશ્વદર્શન કરાવ્યું. આઠ કર્મોનાં ભયંકર દુઃખોનું ભાન કરાવ્યું. વિશ્વનું સ્વરૂપ સમજાવી મુક્ત બનવાના ઉપાયો બતાવ્યા. સર્વશ્રેષ્ઠ રત્નત્રયીની. આરાધના બતાવી. દિનરાત આપની એક જ ભાવના રહે છે કે વિશ્વના જીવોને અજ્ઞાનના ઘોર અંધારામાંથી કાઢીને જ્ઞાનના પરમપ્રકાશમાં લઈ જાઉં.' આપ આપના શરીરની પણ પરવા નથી કરતા, પોતાનો સ્વાર્થ અને અનુકૂળતાનું પણ ધ્યાન નથી રાખતા.... બસ, રાતદિન પરોપકારની જ પ્રવૃત્તિ! ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ચરણસિત્તરી અને કરણસિત્તરી દ્વારા આપ આપનું ઉપાધ્યાય પદ સાર્થક કરી રહ્યા છો. અમને પ્રતિસમય-પ્રતિપળ આપના ઉપકારની આવશ્યકતા છે.... કારણ કે મોક્ષમાર્ગ પર પ્રયાણ કરવાની પ્રેરણા આપ આપો છો, આપના જ્ઞાનપ્રકાશ વિના મોક્ષ મળવો અશક્ય છે. જે મનુષ્ય આપનું શરણ નથી સ્વીકારતો તે મોક્ષમાં નથી જઈ શક્તો. અમને પૂર્ણ વિશ્વાસ કે આપ અમારા હાથ પકડીને મોક્ષમાં લઈ જઈ શકો છો. આપના પ્રત્યે અમને પૂર્ણ શ્રદ્ધા છે... પરંતુ અમે હીનબુદ્ધિ છીએ. For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬૭ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું અજ્ઞાની છીએ. પશુ છીએ. કમભાગી છીએ. કૃપા કરીને આપ જ જ્ઞાનાંજન કરી દો. 2 અલબત્ત, અજ્ઞાનવશ આપનું જે બહુમાન કરવું જોઈએ, અમે નથી કરી શક્યા, આપની જે સેવા ક૨વી જોઈએ, પ્રમાદવશ નથી કરી શક્યા, અવિવેકના કારણે ભૂલો તો ભારોભાર થઈ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પરંતુ પ્રભો! આપ કરૂણાના સાગર છો. આપે જ કહ્યું છે- ‘શિષ્યમાં બાહ્ય થોડો અવિનય હોય છતાં જો એના અંતઃકરણમાં શ્રદ્ધા અને બહુમાન હોય તો તે ક્ષમાપાત્ર છે.' નાથ! શું અમારા અવિનય-અવિવેકની ક્ષમા આપ નહીં આપો? આપમાં તો આ વિશેષતા છે કે આપ અવગુણી પર પણ ગુણ કરો છો! અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે હે દેવ! અમને આપના તરફથી નિરંતર જ્ઞાનદાન મળતું રહે, અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે આજથી યાવનિર્વાણ અમે આપના શરણે રહીશું. નાથ! આપ અમારા પર કૃપા કરો. પતિતને નભાવવાનું વચન આપના તરફથી મળી જવું જોઈએ! સાધુ-પદ Pa હે સાધુ ભગવંત! નવપદમાં આપનું પાંચમું સ્થાન છે. જે કોઈ આપનું ધ્યાન ધરે છે તેનો મોહ ક્ષય પામે છે, સાધુતા પ્રગટ થાય છે. આપ પાંચ મહાવ્રત, વિનય-વૈયાવચ્ચ આદિ સંયમ યોગોમાં નિરંતર મગ્ન રહો છો. પોતાની સાધુતામાં રહીને પરમપદ-પ્રાપ્તિનું જે લક્ષ બનાવ્યું છે, ત્યાં સુધી પહોંચવા માટે આપ સતત પ્રયત્નશીલ છો. હે શ્રમણ ભગવંત! કેવી ઉચ્ચ કોટિની આપ સાધના કરો છો! હે ધન્ના અણગાર! માત્ર નવ મહિનાનું ચારિત્ર.... પણ તેમાં કેવી સાધના કરી લીધી! અંતે વૈભારગિરિ પર એક મહિનાનું અનશન કરી અનુત્ત૨ દેવલોકમાં પહોંચી ગયા.... ધન્ય છે આપની અદ્ભુત સાધના અને અપૂર્વ દઢતાને! હે અતિસુકુમાલ મહામુનિ! માત્ર રાત્રિનું ચારિત્ર પાળી આપે આપનો મનોરથ સિદ્ધ કરી લીધો! દીક્ષા લઈને તે જ રાત્રે આપ સ્મશાનમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા, આપે આપના સુકુમાર શરીરની જરા પણ પરવા ન કરી.... For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૭ ભાવનામૃત શિયાળણી પોતાનાં બચ્ચાં સાથે આવી અને આપના શરીરને ખાવા લાગી.... ઘોર કષ્ટને આપે સમાધિપૂર્વક સહન કર્યું.... શરીરને ખાવા દીધું... ધર્મધ્યાન ધરતા ધરતા કાળધર્મ પામી “નલિનીગુલ્મ વિમાન”માં પહોંચી ગયા, હે મેતાર્યઋષિ! આપને ધન્ય છે. સોનીએ આપના માથે ચામડું બાંધી દીધું.... આપનું માથું ફાટી ગયું... અપાર વેદનામાં પણ આપે શુક્લધ્યાનની ધારા લગાવી દીધી.... કર્મક્ષય કરીને સિદ્ધિગતિને મેળવી લીધી. કેવું મહાત્ મનોબલ! હે ગજસુકુમાલ મુનિ! સોમિલ સસરાએ માથા પર ખેરના અંગારા ભરી દીધા, પરંતુ આપે જરા પણ રોષ ન કર્યો. શુક્લધ્યાનની અગ્નિમાં અષ્ટવિધ કર્મને સળગાવી દીધાં, કેવું અનુપમ આપનું આત્મવૈર્ય! હે બંધક મુનિ! ધન્ય છે આપને. રાજસેવકે આપના શરીરની ચામડી ઉતારી. પરંતુ આપના મનમાં જરાય ગ્લાનિ ન આવી... કઠિન કર્મોને હટાવી દીધાં. પરંતુ પ્રભો! એ સમજાતું નથી કે આવું મનોબળ આપે કેવી રીતે મેળવ્યું? હા આપે સંયમ લઈને આ સમજેલું હતું 'शुद्धात्मद्रव्यमेवाहं शुद्धज्ञानं गुणो मम' આપે આત્મા તથા શરીરનું ભેદજ્ઞાન પ્રાપ્ત કરેલું હતું. આપે સમજી લીધું હતું કે હું શુદ્ધ આત્મસ્વરૂપ છું. કેવળ આત્મસ્વરૂપા શરીર મારું નથી. હું શરીર નથી...” આ ભેદજ્ઞાનની કેવી અપૂર્વ પરિણતિ હશે! રાજસેવકે ચામડી ઉતારી નાંખી છતાં આપે જરાય રોષ ન કર્યો. આપે આ તત્ત્વ આત્મસાત્ કરી લીધું હશે- ચામડી તો શરીરની ઊતરે છે.... આત્માની ચામડી ઉતારવાની શક્તિ દુનિયામાં કોઈની નથી. હા, શરીરની ચામડી ઉતારવાથી આત્મા પર લાગેલાં કર્મોની ચામડી ઊતરે છે! ધન્ય છે આપની અપૂર્વ સમતા અને સમાધિને! હે ક્ષમાધન! આપ જાતે આરાધના કરો છો અને બીજાંઓને મોક્ષમાર્ગની આરાધનામાં સહયોગ આપો છો. આપનું અસ્તિત્વ અમારા માટે આવશ્યક છે. આપ પાપમાં ડૂબતી દુનિયાને બચાવનારા છો. અમે આપના શરણે છીએ, કારણ કે અમારે પણ સાધુતા જોઈએ છે. મોહવાસના ન જોઈએ. અમારે અમારાં મોહનાં બંધન તોડવાં છે. દુનિયાની રૂપરમણીઓ અમને આકર્ષિત ન કરી શકે એવી સાધુતાનું પ્રકટીકરણ કરવું For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું છે. અમે આપનું ધ્યાન નિશદિન ધરીએ છીએ. જ્ઞાની મહાપુરુષોએ ફરમાવ્યું છે કે જે મનુષ્ય જેવું ધ્યાન ધરે છે તે તેવો બને છે; એ માટે અમે દિન-રાત આપનું ધ્યાન ધરીએ છીએ. પરમાત્માના શાસનમાં આપને “પરમેષ્ઠિ'માં સ્થાન પ્રાપ્ત થયેલું છે. અમે વારંવાર આપને પ્રાર્થના કરીએ છીએ કે અમારાં મોહનાં બંધન તૂટી જાય. હે પ્રભો! આપ કૃપા કરો, કે જેથી અમારાં કર્મબંધન તૂટે અને અને ઉચ્ચ કક્ષાની સાધુતાને પ્રાપ્ત કરી શકીએ. - દર્શન-પદ કે હે મહાનું દર્શનપદ! આપ જ મોક્ષમાર્ગનું મૂળ છે. જ્યાં સુધી આપના પ્રત્યે અમારો વિશ્વાસ સ્થાપિત ન થાય, અમારો આત્મા આપના પ્રત્યે સમ્યમ્ શ્રદ્ધા ધારણ ન કરે, અમારા હૃદયમંદિરમાં જ્યાં સુધી આપનો વાસ ન થાય, તે પણ વ્યવહારથી નહીં પરંતુ નિશ્ચયથી જ્યાં સુધી આપ અમારા હૃદયમાં ન વસો ત્યાં સુધી અમે કેવી રીતે શ્રદ્ધા કરીએ કે અમારો મોક્ષ નિશ્ચય થશે? ધન્ય છે શ્રેણિક મહારાજા અને કૃષ્ણ મહારાજાને! જેમના હૃદયમંદિરમાં આપની સ્થાપના થઈ હતી. તે સ્થાપના પણ કેવી? શાશ્વતુ! જેનું ક્યારેય ઉત્થાપન થવાનું નહીં! જેમની પ્રશંસા પરમાત્મા જિનેશ્વર દેવોએ પણ કરી! પરંતુ અમારી તો સ્થાપના જ વિચિત્ર છે! ક્ષણમાં તો અમે આપની સ્થાપના કરી લઈએ છીએ કે “સુદેવ-વીતરાગ સર્વજ્ઞ, નિર્ઝન્થ ગુરુ અને કેવળી ભગવાનના ધર્મ સિવાય બીજા કોઈનાં ચરણ નહીં પકડીએ'; પરંતુ ક્ષણ પછી જ સ્વાર્થવશ ઉત્થાપન કરતાં ય વાર નથી લાગતી! અમારામાં મિથ્યાવાસનાઓ ભરેલી પડી છે. અમારું શ્રદ્ધાન કેવી રીતે સમ્યફ થઈ શકે? જ્યાં શ્રદ્ધાન જ સમ્યફ ન હોય તો મોક્ષ કેવી રીતે થઈ શકે? એક દૃષ્ટિએ વિચારીએ તો ત્યાં સુધી અરિહંત પરમાત્મા, સિદ્ધ ભગવાન, આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ પણ ઉપકાર નથી કરી શકતા. સમ્યફ શ્રદ્ધાન વિના, ગમે તેવો ઉચ્ચ સુયોગ મળી જાય તો પણ અમારું કલ્યાણ ન થઈ શકે. હે કૃપાળુ દર્શનપદ! જ્યાં સુધી અમારા હૃદયમાં આપ ન પધારો ત્યાં સુધી અમે ગમે ત્યાં જઈએ, અમારી દૃષ્ટિ દોષ જ ગ્રહણ કરે છે. પરંતુ હવે આપ For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનામત ૧૬૯ અમારા હૃદયસિંહાસને પધારો. કૃપા કરો... સર્વત્ર ગુણ જ ગુણ દેખાય! અરિહંત પરમાત્માની પાસે જઈએ, બાર ગુણ લઈને જ વળીએ! સિદ્ધ પરમાત્માની પાસે જઈએ આઠ ગુણ પ્રાપ્ત કરીને જ રહીએ! પરંતુ એ તો પૂર્ણ આત્મા છે.. એમનામાં દોષની સંભાવના જ નથી. આચાર્ય ભગવંત પર દૃષ્ટિ જાય અને છત્રીસ ગુણોમાંથી કોઈ ગુણ લઈને જ પાછી વળે. ઉપાધ્યાય ભગવંત તરફ દૃષ્ટિ જાય અને પચીસ ગુણમાંથી કોઈ ગુણ લઈને જ પાછી વળે! સાધુ ભગવંત તરફ દૃષ્ટિ જાય અને સત્યાવીશ ગુણમાંથી કોઈ ગુણ લઈને જ પાછી વળે! પરંતુ કૃપાનાથ! આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ તરફ તો અમે દોષ દૃષ્ટિથી જ જોનારા બની ગયા છીએ.... બસ, અમે તો અમારી જાતને જ પૂર્ણ સમજીએ છીએ. જ્યાં સુધી સમ્યગુ દર્શનપદની સ્થાપના નથી થઈ ત્યાં સુધી અમારી ભાવનાઓ અધમ જ રહેવાની. હે દિવ્ય દર્શનપદ! અમારાં રોમે રોમે.... આત્માના પ્રદેશ પ્રદેશે આ ભાવ ક્યારે જાગ્રત થશે? “તમેવ સળં નિરસંગં ગં નિ િવવે’ તે જ સાચું અને નિઃશંક છે, જે જિનેશ્વરે કહ્યું છે. પરંતુ અમારામાં આવી શ્રદ્ધા ક્યાંથી! સામાન્ય વિપ્ન આવતાં જ ચિત્ત ચલાયમાન થઈ જાય છે. અમે ભયભીત અને શંકાશીલ બની જઈએ છીએ. હે મહિમાવંત દર્શનપદ! અમારી પાસે તો દીપક' સમકિત છે! બીજા જીવોને અમે સદુપદેશ આપીએ છીએ, પરંતુ અમારા આત્મામાં “શૂન્ય' છે. જેવી રીતે દીપક બીજા પદાર્થોને પ્રકાશિત કરે છે, પરંતુ પોતાના નીચે અંધારું જ રહે છે. વાસ્તવમાં તો કોઈ પણ મનુષ્ય આવીને નિદ્રામાં પણ પૂછે કે : “સત્ય શું છે? તો અમારા મુખમાંથી આ જ શબ્દો નીકળવા જોઈએ કે : "तमेव सच्चं निस्संकं जं जिणेहिं पवेइयं' પરંતુ અમે મન્દબુદ્ધિના છીએ; વિવેકવિહીન છીએ. અમારામાં ક્યાં એવો શ્રદ્ધાભાવ છે? અમારું હૃદય કંપે છે.... જ્યારે શ્રી જિનેશ્વર ભગવંતનું આ વચન યાદ આવે છે - 'दंसणभट्ठस्स नत्थि निव्याणं' દર્શનભ્રષ્ટનું નિર્વાણ થઈ શકતું નથી. પ્રભો! અમારું શું થશે? ચારેકોર For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૦ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું અંધકાર છવાયો છે. હા, અનંત અંધકારમાં પણ એક આશાનું કિરણ દેખાય છે.... શ્રી વીતરાગ ભગવંતે ફરમાવ્યું છે. એકવાર પણ સમ્યગદર્શનની સ્પર્શના થઈ જાય તો “અર્ધપુલ પરાવર્ત થી વધુ સંસાર બાકી રહેતો નથી! બસ, અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે એકવાર પણ આપ અમારા હૃદયમંદિરમાં પધારો. અમે હૃદયમંદિરમાં આપની પ્રતિષ્ઠા કરીશું.... એવી રીતે પ્રતિષ્ઠા કરીશું કે ક્યારેય તેનું ઉત્થાપન ન થાય! શાશ્વતુકાળ માટે આપ બિરાજિત રહો! પુનઃ પુનઃ અમારી પ્રાર્થના છે કે આપ એકવાર અમારા અંતઃકરણમાં પધારો! - જ્ઞાનસ્પદ છે હે મહામહિમાવંત જ્ઞાનપદા આપના સિવાય ઘોર અંધકાર છે. જ્યારે હું નિગોદમાં હતો ત્યારે મને કોઈ પ્રકારનું ભાન ન હતું, પછી અવ્યવહાર રાશિમાંથી નીકળી વ્યવહાર રાશિમાં આવ્યો. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય બન્યો.... ત્યાં જે જ્ઞાન હતું તે જ્ઞાનાભાસ હતો. પંચેન્દ્રિયમાં પણ દેવગતિ, તિર્યંચગતિ, નરકગતિ અને મનુષ્યગતિમાં ભટકતો રહ્યો. આ ચતુર્ગતિમય સંસારમાં ભટકતાં મારામાં સમ્યગુજ્ઞાનનો અભાવ જ હતો. | દિવ્યદૃષ્ટિનું ઉદ્દઘાટન કરનાર હે જ્ઞાનપદી હું આપને ઓળખી શક્યો નહીં. મેં મિથ્યા દેવોની પૂજા કરી. દોરા-ધાગા કરનારા કુગુરુઓની સેવા કરી, એમનાં ચરણો પૂજતો રહ્યો.... મિથ્યા ધર્મનું પાલન કર્યું.... દુર્ગતિઓમાં ભટકતો રહ્યો.... પ્રભો! આપના વિના મેં કેવો ઘોર અનર્થ કર્યો? સમ્યક તત્ત્વોને મિથ્યા માન્યાં.... મિથ્યા તત્ત્વને સમ્યગુ માન્યાં..... ઓઘદૃષ્ટિમાં આવું જ બને છે. જે સંસાર હય ત્યાજ્ય છે તે ઉપાદેય લાગે છે. ઉપાદેયસંયમ હેય લાગે છે. આ વાત સમ્યગું જ્ઞાન વિના સમજાય જ કેવી રીતે? “સંસાર ત્યાજ્ય છે અને મોક્ષ ઉપાદેય છેઆવી ભાવના સમ્યગુ જ્ઞાનની ભૂમિકા છે. ગમે તેટલા ગ્રન્થ ભણી લેવાય, પરંતુ ચારિત્ર મોહનીયના ક્ષયોપશમ વિના જ્ઞાન સમ્યગુ નથી બનતું. ભવાટવીમાં ભટકતાં ભટકતાં સંભવ છે કે ક્યારેક પૂર્વધર પણ બન્યો હોઈશ... For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૧ ભાવનામૃત. પરંતુ તે સમયે ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ નહીં હોય.... હું નિગોદમાં પટકાઈ ગયો.... ભગવાન જિનેશ્વરદેવે ફરમાવ્યું છે કે પ્રમાદપરવશ ચૌદ પૂર્વધર પણ નિગોદમાં ચાલ્યા જાય છે! પ્રમાદપરવશ જીવ-અજીવ, પુણ્ય-પાપ, હેય-ઉપાદેય... કંઈ જ ન સમજ્યો. ભૌતિક વાસનાઓને પરવશ પડી મારા આત્માને પણ ન ઓળખી શક્યો. સર્વજ્ઞ પરમાત્મા, નિર્ચન્થ સાધુ પુરુષો અને કેવળીપ્રણીત ધર્મને પણ ન ઓળખી શક્યો. ન એમનું શરણું સ્વીકાર્યું. હે તત્ત્વપ્રકાશક જ્ઞાનપદ! અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા હૃદયમાં સમ્યગુ જ્ઞાનનો દીપક પ્રગટાવો, એ દીપક પણ ઝાંખો ન જોઈએ.... તેલીયો ન જોઈએ. રત્નદીપક જોઈએ, કે જે હંમેશાં પ્રકાશ આપતો રહે, જે કદાપિ બુઝાય નહીં એવો કેવળજ્ઞાનનો રત્નદીપક જોઈએ. હા, આપની જે જે શરતો છે તેનું અમે પાલન કરીશું. અમે સદા ગુરુ મહારાજનાં ચરણોમાં વિનમ્ર બનીને નવું જ્ઞાન પ્રાપ્ત કરીશું. ગુરુચરણોમાં અમારા સંશયો દૂર કરીશું. શંકારહિત બનેલા જ્ઞાનનું નિરંતર પરાવર્તન કરીશું. દૃઢ થયેલા જ્ઞાનની અનુપ્રેક્ષા કરીશું; ચિંતન-મનન કરીશું અમારા જીવનની પ્રત્યેક રાત તત્ત્વચિંતનમાં પસાર થાય, અમારા હૃદયમાં માત્ર જ્ઞાન જ નહીં, તત્ત્વચિંતનની એવી ધારા ચાલે કે રાત ક્યાં વીતી ગઈ... એની ખબર પણ ન પડે. તત્ત્વચિંતનમાં એવી અપૂર્વ શક્તિ છે કે વિષય-કષાયની આગ બુઝાઈ જાય છે. પૂજ્ય ઉપાધ્યાયજી યશોવિજય મહારાજ પરમાત્મા જિનેશ્વરદેવની સ્તુતિ કરતાં કહે છેવિષય લગન કી અગન બુઝાવત તુમ ગુણ અનુભવ ધારા, ભઈ મગનતા તમ ગુણરસ કી કુણ કંચન કુણ દારા? અનુભવજ્ઞાનની ધારામાં જ્યારે આત્મા નિમગ્ન બની જાય છે ત્યારે કંચનનો ઢેર પણ માટી બરાબર લાગે છે. રૂપસુંદરીઓનો સમૂહ હાડકાંનો ઢગલો દેખાય છે. દુનિયાનો કોઈ પણ પદાર્થ આકર્ષિત કરી શકતો નથી. આવી અનુભવજ્ઞાનની ધારા ત્યારે જ ચાલી શકે છે જ્યારે શાસ્ત્રાધ્યયન કર્યા પછી એના પર ચિંતન ચાલતું રહે. For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૨ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું હે વિશ્વપ્રકાશક જ્ઞાનપદ! એવી કૃપા કરો... જેવી શોભન મુનિ પર કરી હતી. ગોચરી જતાં પણ જ્ઞાનનો અવિરત પ્રવાહ વહેતો હતો. સ્ત્રીએ પાત્રમાં પથરા વહોરાવી દીધાં તો ય કોઈ ખ્યાલ ન રહ્યો! એવી કૃપા કરો જેવી દુર્બલિકા પુષ્પમિત્ર પર કરી હતી! અમે પણ ચાહીએ છીએ કે જ્ઞાનની પાછળ પાગલ બની જઈએ. જો પાગલ બનવામાં પણ રાગ-દ્વેષ અને મોહ ઘટે છે તો પાગલપણું પણ અમને મંજૂર છે. હે કરુણાસાગર જ્ઞાનપદ! અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે અમારા આત્મામાં સમ્યગૂજ્ઞાનનો એવો દીપક પ્રગટાવો કે જે ક્યારે ય ન બુઝાય. થાત્રિપદ અક્ષય ચારિત્રવિભૂષિત દેવાધિદેવ પરમાત્મા! અમે એવું ચારિત્ર ચાહીએ છીએ કે જે વીતરાગચારિત્ર હોય. રાગ અને ચારિત્રની કટ્ટર શત્રુતા છે. વૈરાગ્ય અને ચારિત્રનો દઢ સંબંધ છે. વૈરાગ્યના સિવાય ચારિત્ર હોઈ શકે નહીં, પરંતુ જ્યારે અમે અમારું અંતર નિરીક્ષણ કરીએ છીએ ત્યારે વૈરાગ્યના સ્થાને રાગ દેખાય છે! અમે ઇચ્છીએ કે અમારો વૈરાગ્ય મજબૂત થઈ જાય. પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષયોનો રાગ મન્દ જ નહીં, મન્દર મજૂતમ થઈ જાય. પછી અમારા માટે ચારિત્રની આરાધના સરળ બની શકે છે. ચારિત્રનો વેશ ધારણ કર્યા પછી પણ કોના પર વિજય મેળવવો મુશ્કેલ છે તે વાત વાચકવર્ય ઉમાસ્વાતિજી મહારાજે બતાવી છે 'तत्प्राप्यविरतिरत्नं विरागमार्गविजयो दुरधिगम्या' વિરતિનો સ્વીકાર કરી લીધો; દીક્ષા ગ્રહણ કરી લીધી, પરંતુ વૈરાગ્ય પર વિજય મેળવવો કઠિન છે. અમારે ચારિત્રની ભાવના નહીં પરંતુ વાસના જોઈએ છે. જેવી પાંચ વિષયોની વાસના છે, તેવી જ વાસના ચારિત્રની જોઈએ. એ વાસના ચારિત્રપદની આરાધનાથી ઉત્પન્ન થાય છે. ચારિત્ર' નામ સાથે, ચારિત્રી મહાપુરુષો સાથે, ચારિત્રનાં ઉપકરણ સાથે For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૭૩ ભાવનામૃત પ્યાર થઈ જાય, ચારિત્ર સાથે સંબંધ રાખી એક એક વસ્તુ સાથે દૃઢ રાગ થઈ જાય ત્યારે ચારિત્રની વાસના પ્રગટ થઈ શકે. Acharya Shri Kailassagarsuri Gyanmandir અમારે માત્ર ચારિત્રનો વેશ નહીં, પરંતુ ચારિત્ર-ગુણ જોઈએ છે. અમારા આત્મામાં ચારિત્રગુણ પ્રગટી જાય, તે માટે પાંચ મહાવ્રતોની પચીસ ભાવનાથી અમારું અંતઃકરણ નિરંતર ભાવિત રહે. સિવાય ચારિત્ર, અમારા જીવનનો બીજો કોઈ આદર્શ ન રહે! બસ, આ અમારી અભિલાષા છે. હે ભર્વાષિતારક ચારિત્રપદ! અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે આ મનુષ્યજીવન ચાલ્યું ન જાય ત્યાં સુધી ચારિત્રને સિદ્ધ કરી લઈએ, તે માટે શક્તિ આપો. ચારિત્રના વેશની સાથે જ અમારા દેહને અગ્નિદાહ દેવાય અને ચારિત્રના ગુણને લઈ આત્મા પરલોકમાં ચાલ્યો જાય. આ અમારું કાર્ય થઈ જાય, તે માટે આપની નિરંતર કૃપા મળતી રહો. ત-પદ હે પ્રભો! ચરમતીર્થપતિ ભગવંત મહાવીરદેવ! આપે ઘાતી કર્મોનો જે નાશ કર્યો, એક માત્ર તપના બળ પર! આપ જાણતા હતા કે ‘મને આ ભવમાં કેવળજ્ઞાન પ્રગટવાનું છે.' છતાં પણ આપે ઘોર તપનો સહારો લીધો. તપપદના આલંબને કર્મક્ષય કર્યો. આપ સાડા બાર વર્ષ સુધી પલાંઠીવાળીને ભૂમિ પર બેઠા પણ નહીં. આપે તપપદની અદ્ભુત કોટિની આરાધના કરી. છ બાહ્ય અને છ આવ્યંતર એમ બાર પ્રકારના તપમાં આપ નિરંતર મશગૂલ રહ્યા. આપના ધ્યાનની ધારા પણ ઉચ્ચ કક્ષાની તપશ્ચર્યા હતી. કોઈ દિવસો સુધી આપે ધ્યાનમાં ષડૂદ્રવ્યોનું ચિંતન કર્યું. દ્રવ્યગુણ અને પર્યાયથી ચિંતન કર્યું, ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યથી ચિંતન કર્યું. ધ્યાનની આગમાં આપે કર્મોને સળગાવી દીધાં. તપપદની આરાધનાથી વીર્યાન્તરાય કર્મનો પણ ક્ષય-ક્ષયોપશમ થાય છે. અમે પણ ચાહીએ છીએ કે અમારા વીર્યંતરાય કર્મનો ક્ષય-ક્ષયોપશમ થાય. બાર પ્રકારના તપમાં વિકાસ થાય. પરંતુ પ્રભો! અમારી ચારે બાજુ આહારસંજ્ઞાએ ઘેરો ઘાલ્યો છે. અમે આહાર-સંજ્ઞાને પરવશ પડી ગયા છીએ. ચાર કષાય, ચાર સંજ્ઞાઓ, પાંચ મહાપાપ.... પાંચ વિષયો... આ બધાના For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' ૧૪ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું ઘેરામાંથી મુક્ત થવા માટે તપપદની આરાધના કરવી જોઈએ. એ વાત અમારા હૃદયમાં બરાબર જચી ગઈ છે. ઇન્દ્રિયોના ઉન્માદ અને કષાયોના આવેશ તાપદના સહારા વિના શમી શકતા નથી, એવો અમારો દૃઢ વિશ્વાસ છે, પરંતુ એ માટે જોઈએ આંતરવીર્યનો ઉલ્લાસ! તે ક્યાંથી મળે? બાહ્ય-આત્યંતર તપની ભૂમિકા પર પહોંચવા માટેની શક્તિ આપની કૃપાથી જ મળવાની છે; માટે અમારે આપની અપૂર્વ કૃપા જોઈએ. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા- આ છ બાહ્ય તપને અમારે સિદ્ધ કરવા છે. પ્રાયશ્ચિત, ધ્યાન, સ્વાધ્યાય, કાયોત્સર્ગ, વૈયાવચ્ચ અને વિનય- આ છ પ્રકારના આત્યંતર તપની ટોચે અમારે પહોંચવું છે. આપ અનુગ્રહ કરો, આશીર્વાદ વરસાવો..... અમારી મનોકામના પરિપૂર્ણ બને. હે વિશ્વવંદનીય નવપદજી! અમારે આપનું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે. અમે આપમાં અભેદભાવે ભળી જઈએ તે માટે આપના સામે વિનમ્રભાવે ઉપસ્થિત થયા છીએ. અમારી પ્રાર્થના છે કે અમારા આત્મામાં આપના ગુણો પ્રગટ થઈ જાય. પ્રગટ થયા પછી પ્રતિદિન વૃદ્ધિ થતી રહે; અને જીવનમાં એવો એક ધન્ય દિવસ આવે કે અમે નવપદમાં વિલીન થઈ જઈએ. એવું સ્વરૂપ પ્રાપ્ત થઈ જાય કે એ સ્વરૂપ ક્યારેય ખોવાઈ ન થઈ જાય. આ વર્તમાન સ્વરૂપ અમારું નથી... આ તો અમારું ઉપાધિજન્ય સ્વરૂપ છે. અમારા આત્માને ઉચ્ચ-સર્વોત્તમ પદની પ્રાપ્તિ હો, અમારું જિનસ્વરૂપ પ્રગટ હો.... એ માટે આપ અનુગ્રહ કરો. શ્રી નવપદજી મહારાજની જય હો. શ્રી સિદ્ધચક્રજી ભગવંતની જય હો. For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर। कोवा तीर्थ Acharya Sri Kailasasagarsuri Gyanmandir Sri Mahavir Jain Aradhana Kendra Koba Tirth, Gandhinagar 382007 (GU INDIA Website: www.kobatirth.org E-mail: gyanmandin kobatirth.org ISBN: 978-81-89177-05-8 For Private And Personal Use Only