Book Title: Ram ane Krishna
Author(s): Kishorlal Ghanshyamlal Mashruwala
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005973/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 'કિશોરલાલ ઘનશ્યામલાલ માઢવાલા છે. જ Page #2 -------------------------------------------------------------------------- ________________ રામ અને કૃષ્ણ કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા નવજીવન પ્રકાશન મંદિર ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ-૩૮૦ ૦૧૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ વીસ રૂપિયા © નવજીવન ટ્રસ્ટ, ૧૯૨૩ પહેલી આવૃત્તિ, ૧૯૨૩ સુધારેલી બીજી આવૃત્તિ, ૧૯૨૯ સાતમું પુનર્મુદ્રણ, પ્રત ૩,૦૦, ઑક્ટોબર ૨૦૦૫ કુલ પ્રત : ૧૩,000 ISBN 81-7229-124-8 (set) પ્રકાશક નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ અને ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ વતી જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ વ્યવસ્થાપક ટ્રસ્ટી નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ-૩૮૦ ૦૧૪ મુદ્રક જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-૩૮૦ ૦૧૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રયોજકનું નિવેદન ‘ધર્મને સમજો' પુસ્તક સંપુટ નવજીવન અને ગૂજરાત વિદ્યાપીઠ તરફથી સંયુક્ત રીતે પ્રકાશિત થાય છે. નવજીવન અને ગુજરાત વિદ્યાપીઠ તરફથી અત્યાર સુધીમાં સર્વધર્મસમભાવને ધ્યાનમાં રાખી કરવામાં આવેલાં, સામાન્ય વાચકને રસ પડે તેવા પ્રકાશનો આ સંપુટમાં સમાવી લીધાં છે. જગતના મુખ્ય મુખ્ય પમ તથા તેના સ્થાપકોનો પરિચય વાચકને આ સંપુટમાનાં પ્રકાશનોમાંથી મળી રહેશે. ગૂજરાત વિદ્યાપીઠના ધ્યેયમાં બધા પ્રચલિત ધમનિ વિશે સંપૂર્ણ આદર રાખવાનું અને વિદ્યાર્થીઓના આત્મવિકાસને અર્થે ધર્મનું જ્ઞાન અહિંસા અને સત્યને દષ્ટિમાં રાખીને આપવાનું ગાંધીજીના સીધા માર્ગદર્શન હેઠળ નક્કી કરવામાં આવેલું છે, તે મુજબ ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ-સ્નાતક મહાવિદ્યાલયોમાં બધા ધર્મોના શિક્ષણનો અભ્યાસક્રમ આધાર પાઠયક્રમ તરીકે અનિવાર્ય છે. અન્ય યુનિવર્સિટીઓમાં પણ પ્રથમ વર્ષના અભ્યાસક્રમમાં જગતના ધર્મોનો વૈકલ્પિક પાઠ્યક્રમ પ્રચલિત છે. નવજીવન ટ્રસ્ટના દસ્તાવેજમાં તેના ઉદ્દેશોની પૂર્તિસાર જે જે પ્રવૃત્તિઓ કરવાનું સૂચવેલું છે તેમાં હિંદમાં વસેલી બધી જુદી જુદી કોમો વચ્ચે એક્યનો પ્રચાર કરવાનું સૂચવવામાં આવ્યું છે. એ હેતુ માટે નવજીવને ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રસ્થાપિત કરેલા અનામત કોશમાંથી સહાય મળવાને પરિણામે આ પુસ્તક સંપુટ સામાન્ય વાચકને પરવડી શકે તેવી રાતદરની કિંમતે આપવાનું શક્ય બન્યું છે. ગાંધીજી પ્રસ્થાપિત બને સંસ્થાઓની બધા ધર્મોની સાચી સમજણ ફેલાવવાની જવાબદારી છે. વળી ઉચ્ચશિક્ષણમાં હવે મૂલ્યશિક્ષણ તથા તુલનાત્મક ધર્મોના શિક્ષણનું મહત્ત્વ સ્વીકારાતું જાય છે. કેન્દ્ર સરકારના માનવસંસાધન મંત્રાલયે તથા યોજના પંચે તેમ જ વિશ્વવિદ્યાલય અનુદાન આયોગે આ પ્રકારના નૈતિક મૂલ્યોની કેળવણી કરતા શિક્ષણને પ્રોત્સાહન આપવાનું નકકી કર્યું છે. આને અનુલક્ષીને આ પુસ્તક – સંપુટ ઉચ્ચશિક્ષણમાં કાર્ય કરતા સહુ કોઈને ઉપયોગી થશે એવી આશા છે. ‘ધર્મને સમજો'ના આ પુસ્તક-સંપુટ મારફત ગાંધીજીનો સર્વધર્મસમભાવનો સંદેશો સર્વત્ર વસતા ગુજરાતી કુટુંબોમાં પ્રસરશે એવી આશા છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનુ નિવેદન સ્વ. કિશોરલાલભાઈનું આ પુસ્તક નવજીવને પહેલું ઈ. સ. ૧૯૨૩માં પ્રસિદ્ધ કરેલું. ત્યાર પછી તેમણે એમાં સુધારા કર્યાં હતા. અને તેની સુધારેલી બીજી આવૃત્તિ પ્રસ્થાન કાર્યાલય તરફથી અહાર પડી હતી. અને ત્યાર બાદ તેનાં બે વાર પુનઃમુદ્રણ (ઈ. સ. ૧૯૩૭ તથા ૧૯૪૬માં) થયાં હતાં. તે પછી આ રીતે બીજેથી પ્રસિદ્ધ થયેલી એમની બધી ચોપડીએ એક જ જગાએથી નવજીવનમાંથી બહાર પડે, એ સારું છે. આ ચાપડીની નકલા હવે સિલક રહી નથી. એટલે તેનું પુનર્મુદ્રણુ કરવું જોઈ એ. આ પ્રમાણે, તે હવે નવજીવન તરફથી બહાર પડે છે. શાળામાં ઈતરવાચન તથા ભણુતા પ્રૌઢાના વિશેષવાચનમાં એ ખૂબ ઉપયોગી નીવડશે. સામાન્ય વાચકે પણ આ વાંચવા જેવા પ્રાધ છે. શ્રી કિશારલાલભાઈ ભારે ચિંતક હતા, સાધક હતા. કર્મ દૃષ્ટિએ તેમના જેવા ધર્મ પરાયણું પુરુષ રામ અને કૃષ્ણને આરાધતા એ, આથી કરીને સમજવા જેવી ભાખત ગણુાય. તેથી આ પુસ્તક ધજ્ઞાન માટે સામાન્ય વાચન તરીકે પશુ ઉપયાગી નીવડશે એવી આશા છે. ૩-૨'૫૬ Page #6 -------------------------------------------------------------------------- ________________ લેખકની પ્રસ્તાવના આ નાનકડી પુસ્તકમાળામાં જુદી જુદી પ્રજાઓમાં અતિશય પૂજાયેલા કેટલાક મહાપુરુષોને ટૂંકે જીવનપરિચય કરાવવા ધાયું છે. આ પરિચય કરાવવામાં જે દૃષ્ટિબિંદુ ધ્યાનમાં રાખ્યું છે એ વિષે બે શબ્દ લખવા આવશ્યક છે. આપણે હિંદુઓ માનીએ છીએ કે જ્યારે પૃથ્વી પરથી ધર્મને લેપ થાય છે, અધર્મ વધી પડે છે, અસુરના ઉપદ્રવથી સમાજ પીડાય છે, સાધુતાને તિરસ્કાર થાય છે, નિર્બળનું રક્ષણ થતું નથી, ત્યારે પરમાત્માના અવતારો કેવી રીતે પ્રકટ થાય છે, એ પ્રકટ થાય ત્યારે એમને કેવે લક્ષણે ઓળખવા અને એમને ઓળખીને અથવા એમની ભક્તિ કરીને આપણું જીવનમાં કેવા ફેરફાર કરવા એ જાણવું જરૂરનું છે. | સર્વત્ર એક પરમાત્માની શક્તિ – સત્તા – જ કાર્ય કરી રહી છે. મારામાં તમારામાં-સર્વેમાં એક જ પ્રભુ વ્યાપી રહ્યો છે. એની જ શક્તિથી સર્વેનું હલન-ચલન-વલણ છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, ઈશું વગેરેમાં પણ એ જ પરમાત્માની શકિત હતી. ત્યારે આપણામાં અને રામકૃષ્ણાદિકમાં શું ફેર ? એ પણ મારાતમારા જેવા જ મનુષ્યો દેખાતા હતા; એમને પણ મારી-તમારી માફક દુખે વાં પડ્યાં હતાં અને પુરુષાર્થ કરવો પડ્યો હતો; છતાં આપણે એમને અવતાર શા માટે કહીએ છીએ ? હજાર વર્ષ વીતી ગયાં છતાં શું કામ આપણે એમને પૂજીએ છીએ? આત્મા સત્યકામ-સત્યસંકલ્પ છે” એવું વેદવચન છે. જે આપણે ધારીએ, ઈચ્છીએ તે પ્રાપ્ત કરી શકીએ એ એને અર્થ Page #7 -------------------------------------------------------------------------- ________________ થાય છે. જે શક્તિને લીધે આપણી કામનાએ સિદ્ધ થાય છે અને જ આપણે પરમેશ્વર-પરમાત્મા-બ્રહ્મ કહીએ છીએ. જાણેઅજાણે પશુ એ જ પરમાત્માની શક્તિનું આલમ્બન શરણુ ~ લઈ આપણે જે સ્થિતિમાં આજે છીએ તે સ્થિતિ પ્રાપ્ત કરી છે; અને ભવિષ્યમાં જે સ્થિતિ પ્રાપ્ત કરીશું તે પણુ એ જ શક્તિનું આલમ્બન લઈ તે કરીશું. રામ-કૃષ્ણે પણ એ જ શક્તિનું આલમ્બન લઈ પૂજનીય અને એવું પદ પ્રાપ્ત કર્યું હતું; હવે પછી જે મનુષ્યજાતિના પૂજાપાત્ર થશે તે પણુ એ જ શક્તિનું આલમ્બન લઈ ને. આપણામાં અને એમનામાં કરક એટલે કે આપણે મૃતપણે -- અજાણપણે એ શક્તિના ઉપયાગ કરીએ છીએ; એમણે બુદ્ધિપૂર્વક એનું આલમ્બન લીધેલું. - બીજો ક્ક એ કે આપણે આપણી ક્ષુદ્ર વાસનાને તૃપ્ત કરવા પરમાત્મા શક્તિના ઉપયાગ કરીએ છીએ. મહાપુરુષની આકાંક્ષાએ, એમના આશયે મહાન અને ઉદાર હોય છે; એને જ માટે એ આત્મબળના આશ્રય લે છે. ત્રીજો ક્ક એ કે સામાન્ય જનસમાજ મહાપુરુષોનાં વચનાને અનુસરનારા અને એમના આશ્રયથી તથા એમના ઉપરની શ્રદ્ધાથી પેાતાના ઉદ્ધાર માનનારા હેાય છે. જૂનાં શાસ્ત્રો એ જ એમના આધાર હોય છે. મડાપુરુષો કેવળ શાસ્ત્રોને અનુસરનારા નથી હેાતા; એ શાસ્ત્રોના રચનારા અને ફેરવનારા પણ થાય છે. એમનાં વચને એ જ શાસ્ત્રો થાય છે અને એમનાં આચરણા એ જ અન્યને દીવાદાંડી રૂપ થાય છે. એમણે પરમ તત્ત્વ એળખી લીધું છે. એમણે પોતાનું અન્તઃકરણુ યુદ્ધ કર્યું છે. એવા સજ્ઞાન, વિવેક અને શુદ્ધ ચિત્તને જે વિચાર મૂકે, જે આચરણુ યોગ્ય લાગે તે જ સચ્છાસ્ત્ર, તે જ સદ્દમ. કેાઈ પણ ખીજા શાસ્ત્રો એમને બાંધી શકતાં નથી કે એમના નિષ્ણુયમાં ફરક પાડી શકતાં નથી. Page #8 -------------------------------------------------------------------------- ________________ આપણે આપણા આશયને ઉદાર બનાવીએ, આપણી આકાંક્ષાઓને ઉચ્ચ બાંધીએ અને પ્રભુની શક્તિનું જ્ઞાનપૂર્વક આલમ્બન લઈએ તે આપણે અને અવતાર ગણાતા પુરુષ તત્ત્વતઃ જુદા નથી. વીજળીની શક્તિ ઘરમાં ગોઠવાયેલી છે; એને ઉપયોગ આપણે એક દ્ર ઘંટડી વગાડવામાં કરી શકીએ તેમ જ તે વડે દીવાની પંક્તિથી આખા ઘરને શણગારી શકીએ. તે જ પ્રમાણે પરમતત્ત્વ આપણું પ્રત્યેકના હૃદયમાં વિરાજી રહ્યું છે; એની સત્તા વડે આપણે એક ક્ષુદ્ર વાસનાની તૃપ્તિ કરી શકીએ અથવા મહાન અને ચારિત્રવાન થઈ સંસારને તરી જઈએ અને બીજાને તારવામાં મદદગાર થઈએ. મહાપુરુષોએ પિતાની રગેરગમાં અનુભવાતા પરમાત્માના બળથી પવિત્ર થવા, પરાક્રમી થવા, પરદુઃખભંજન થવા આકાંક્ષા ધરી. એમણે એ બળ વડે સુખદુ:ખથી પર, કરણહદયી, વૈરાગ્યવાન, જ્ઞાનવાન અને પ્રાણીમાત્રના મિત્ર થવા ઈચ્છા કરી. સ્વાર્થના ત્યાગથી, ઈદ્રિયના જયથી, મનના સંયમથી, ચિત્તની પવિત્રતાથી, કરુણાની અતિશયતાથી, પ્રાણીમાત્ર તરફને અત્યંત પ્રેમથી, બીજાનાં દુઃખોને નાશ કરવા પિતાની સર્વશક્તિ અર્પણ કરવા માટેની નિરંતર તત્પરતાથી, પિતાની અત્યંત કર્તવ્યપરાયણતાથી, નિષ્કામતાથી, અનાસક્તિથી અને નિહંકારીપણાથી, ગુરજનોને સેવી તેમના કૃપાપાત્ર થવાથી એ મનુષ્યમાત્રને પૂજનીય થયા. આપણે ધારીએ તો આપણે પણ એવા પવિત્ર થઈ શકીએ, એવા કર્તવ્યપરાયણ થઈ શકીએ, એટલી કરુણુ વૃત્તિ કેળવી શકીએ, એવા નિષ્કામ, અનાસક્ત અને નિરહંકારી થઈ શકીએ. એવા થવાનો આપણે નિરંતર પ્રયત્ન રહે એ જ તેમની ઉપાસના કરવાનો હેતુ. જેટલે અંશે આપણે એમના જેવા થઈએ તેટલે અંશે જ આપણે એમની સમીપ પહોંચ્યા એમ કહેવાય. જે આપણે એમના જેવા થવા પ્રયત્ન ન હોય તે આપણે કરેલું એમનું નામસ્મરણ પણ વૃથા છે, Page #9 -------------------------------------------------------------------------- ________________ અને એ નામસ્મરણથી એમની સમીપ જવાની આશા રાખવી પણ વૃથા છે. આ જીવનપરિચય વાંચી વાંચનાર મહાપુરુષોને પૂજત થાય એટલું બસ નથી. એમની મહત્તા શાને લીધે છે તે પારખવા શક્તિમાન થાય અને તેમના જેવા થવા પ્રયત્નશીલ થાય તે જ આ પુસ્તક વાંચવાને શ્રમ સફળ થયે ગણાય. છેવટમાં એક વાક્ય લખવું ઘટે છે. આમાં જે કાંઈ નવું છે તે વિચારે મને પ્રથમ સૂક્યા છે એમ નથી કહી શકતો. મારા જીવનના ધ્યેયમાં તથા ઉપાસનાના દૃષ્ટિબંદુમાં પરિવર્તન કરી નાખનાર, મને અંધારામાંથી અજવાળામાં લઈ જનાર મારા પૂજ્યપાદ ગુરુદેવને એ માટે હું ઋણી છું. છતાં એમાં જે ખામી હોય તે મારા જ વિચાર અને ગ્રહણશક્તિની સમજવી. રામ અને કૃષ્ણના લેખે માટે હું રે. બ. ચિન્તામણિ વિનાયક વૈદ્યનાં એ અવતારનાં ચરિત્રોને ગુજરાતી અનુવાદકોને અને બુદ્ધદેવના ચરિત્ર માટે શ્રી. ધર્માનંદ કોસંબીને “બુદ્ધલીલા સારસંગ્રહ” અને “બુદ્ધ, ધર્મ અને સંઘને અણું છું. મહાવીરની વસ્તુ બહુધા હેમાચાર્ય કૃત “ત્રિષષ્ટિશલાકા પુરુષ”ને આધારે છે અને ઈશુ માટે “બાઈબલને ઉપયોગ કર્યો છે. માગશર વદ ૧૧ સંવત ૧૯૭૯ (ઈ. સ. ૧૯૨૩) Page #10 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિના ખુલાસામાંથી આ પુસ્તકની બીજી આવૃત્તિ કાઢવા હું મારી અનુમતિ આપવામાં આનાકાની કર્યા કરતા હતા. કારણ કે, જો કે પુસ્તકની પ્રસિદ્ધ થયેલી સમાલોચનાએ બધી અનુકૂળ હતી, છતાં ગાંધીજીના સંબંધથી મારા સાથી જેવા કહી શકાય એવા એક મિત્રે એ પુસ્તકોને બહુ બારીકીથી અભ્યાસ કરી એ ઉપર વાંધાઓની યાદી રજૂ કરી છે. એમનો મત એવો થયે છે કે મેં આ પુસ્તકમાં “રામની કેવળ વિડંબના કરી છે.” “કૃષ્ણને તો વળી ઘણુ જ કાઢી નાંખે છે.” અને “બુદ્ધને માથે કરવામાં પણ બાકી નથી રાખી.” પિતે જૈન ન હેવાથી “મહાવીર” વિષે એ ટીકા કરવા અસમર્થ હતા પરંતુ એક બે જૈન મિત્રોએ મહાવીરના મારા આલેખન વિષે પિતાને તીવ્ર અસંતોષ પ્રગટ કર્યો હતે. અને “ઈશુ ખ્રિસ્ત’ વિષે બે ગુજરાતી ખ્રિસ્તીઓના વાંધાઓ પણ આવેલા છે. “સહજાનંદ સ્વામીનું પુસ્તક સંપ્રદાયમાં અમાન્ય જેવું રહ્યું છે એમ કહેવાનો હરકત નથી. આ સ્થિતિમાં પુસ્તક ફરીથી પ્રસિદ્ધ થાય તે પહેલાં ટીકાકારોની દૃષ્ટિથી મારે એ પુસ્તકો ફરી ફરી વિચારી જવાં જોઈએ અને એ જેમને ગમ્યાં હોય તેમને શા કારણુથી ગમ્યાં એ જાણવું જોઈએ અને બીજી આવૃત્તિને જરૂર પડે તે સુધારવી જોઈએ – એમ મને લાગ્યું. આ કારણથી બીજી આવૃત્તિ કાઢવા માટે મારે ઉત્સાહ મંદ હતો, પણ ભાઈ રણછોડજી મિસ્ત્રીને આગ્રહ ચાલુ જ હોવાથી છેવટે મારે એમની ઇચ્છાને વશ થઈ બીજી આવૃત્તિ કાઢવા અનુમતિ આપવી પડી છે. “અનુમતિ આપી છે” એટલે, અર્થાત. પુસ્તક ફરીથી સુધારી પણ ગયો છું, અને કેટલેક ભાગ ફરીથી લખી નાંખે છે. પણ જે Page #11 -------------------------------------------------------------------------- ________________ સુધારે કર્યો છે તેથી મારા ટીકાકારોને સંતે પી શકીશ એવી ખાતરી. આપી શકતો નથી. ઊલટું, આ જીવનચરિત્રના પ્રતાપ નાયકે પ્રત્યે મારું વલણું જ્યાં જ્યાં પહેલી આવૃત્તિમાં મોઘમ રહેલું હતું તે વધારે સ્પષ્ટ થયું છે. આ જીવનચરિત્રમાળાનું નામ નવજીવન પ્રકાશન મંદિરે પહેલી આવૃત્તિમાં “અવતારલીલા લેખમાળા” રાખેલું અને તે મેં રહેવા દીધું હતું. પણ એ નામની એગ્યતા વિષે મારા મનમાં શંકા હતી જ. “અવતાર” શબ્દની પાછળ સનાતની હિંદુના મનમાં જે વિશેષ કલ્પના રહેલી છે, તે કલ્પના મને માન્ય નથી એ તે પહેલી આવૃત્તિની પ્રસ્તાવના વાંચતાં જ સ્પષ્ટ થાય છે; અને તે કલ્પનાની સાથે પિછાતી ભ્રામક માન્યતા કાઢી નાખ્યા છતાં રામ-કૃષ્ણાદિક મહાપુરુષો પ્રત્યે પૂજ્યભાવ જાળવી રાખવો એ આ પુસ્તકને એક હેતુ છે એમ કહેવામાં હરકત નથી. વળી “અવતાર' શબ્દ સાથે “લીલા” શબ્દનું જોડાણુ વૈષ્ણવ સંપ્રદાયોમાં ખાસ પ્રકારની માન્યતા નિર્માણ કરે છે અને “લીલા” શબદ અનર્થમૂલક પણ થયો છે એમ મને લાગ્યું છે. આથી “ અવતારલીલા લેખમાળા’ એ નામ કાઢી નાખ્યું છે. - પણ મેં પ્રસ્તાવનામાં “ અવતારી પુરુષ' એવા શબ્દો આ ચરિત્રનાયકે વિષે વાપર્યા હતા અને તે ઉપરથી પ્રકાશકે “અવતારલીલા લેખમાળા” એવું નામ રાખ્યું હોય એ સંભવિત છે. ... મરાઠી ભાષામાં “અવતારી પુરુષ એક રૂઢિપ્રયોગ છે, અને તેને થે કેવળ વિશેષ વિભૂતિમાન પુરુષ એટલે જ થાય છે; અને એ રીતે શિવાજી, રામદાસ, તુકારામ, એકનાથ, લેકમાન્ય તિલક વગેરે કોઈ પણ લેકોત્તર કલ્યાણકાર શક્તિ પ્રગટ કરનાર જન “અવતારી પુરુષ” કહેવાય છે. એ શબ્દો વાપરવામાં મારા મનમાં એટલી જ કલ્પના હતી. પરંતુ ગુજરાતીમાં એ શબ્દપ્રયોગ ન કહેવાને લીધે Page #12 -------------------------------------------------------------------------- ________________ એથી ડેક ગોટાળો ઉત્પન્ન થયો છે, અને તેથી એ શબ્દપ્રયોગ આ આવૃત્તિમાંથી કાઢી નાખે છે. આ દૂકાં ચરિત્રોની સાચી ઉપયોગિતા કેટલી? ઇતિહાસ, પુરાણ કે બૌદ્ધ-જેન-ખ્રિસ્તી શાસ્ત્રોનો બારીક અભ્યાસ કરી, ચિકિત્સક વૃત્તિથી મેં કાંઈ નવું સંશોધન કર્યું છે એમ કહી શકાય એમ નથી. એ માટે વાચકે શ્રી ચિંતામણિ વિનાયક વૈદ્ય કે શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય વગેરેનાં વિદ્વત્તાપૂર્ણ પુસ્તકોને અભ્યાસ કરવો જોઈએ. વળી ચરિત્રનાયકે વિષે અસાંપ્રદાયિક દષ્ટિ રાખ્યા છતાં રાજના ધાર્મિક વાચનમાં ઉપયોગી થઈ શકે એવાં ઢબ કે વિસ્તારથી સારાં ચરિત્રો લખાયેલાં નથી. એવાં પુસ્તકની જરૂર છે એમ હું માનું છું. પરંતુ તે કાર્ય ઉપાડવા માટે જે અભ્યાસ જોઈએ તે માટે હું સમય કે શક્તિ મેળવી શકીશ એવો સંભવ જણાતું નથી. ત્યારે, મારી આ લેખમાળાનું પ્રયોજન આટલું જ છે – માણસ સ્વભાવથી જ કોઈકને પૂજતે હોય છે જ. કેટલાકને દેવ કરીને પૂજે છે તે કેટલાકને મનુષ્ય સમજતો હતાં પૂજે છે. જેને દેવ કરીને પૂજે છે, તેને પિતાથી અલગ જાતિને સમજે છે, જેને મનુષ્ય રાખીને પૂજે છે, તેને એ પિતાનો –ઓછેવત્તે – આદર્શ કરીને પૂજે છે. રામ-કૃષ્ણ-બુ–મહાવીર-ઈશુ વગેરેને જુદી જુદી પ્રજાના લેકે દેવ બનાવી – અ-માનવ કરી–- પૃજતા આવ્યા છે. એને આદર્શ કરી એના જેવા થવાની હોંશ રાખી પ્રયત્ન કરી પિતાને અભ્યદય સાધવો એમ નહીં, પણ એનું નામોચ્ચારણ કરી, એમાં ઉદ્ધારક શક્તિનું આરોપણ કરી તેમાં વિશ્વાસ મૂકી પિતાને અસ્પૃદય સાધો. એ આજ સુધીની આપણું રીત છે. એ રીત ઓછીવત્તી પણ અંધશ્રદ્ધા – એટલે બુદ્ધ ન ચાલે ત્યાં સુધીની જ માત્ર શ્રદ્ધાની છે. વિચાર આગળ એ ટકી શકતી નથી. Page #13 -------------------------------------------------------------------------- ________________ १२ જુદા જુદા મહાપુરુષોમાં એ દેવભાવ વધારે દૃઢ મનાવવાને પ્રયત્ન એ જ સર્વે સપ્રદાયાના આચાર્યાં, સાધુ, પડિતા વગેરેનાં જીવનકાયના ઇતિહાસ થયેા છે. એમાંથી ચમકારાની, ભૂતકાળમાં થયેલી આગાહીએની અને ભવિષ્યકાળ માટે કરેલા અને સાચા પડેલા વર્તારાઓની આખ્યાયિકાએ રચાયેલી છે, અને એના વિસ્તાર એટલે અધા વધી ગયા છે કે જીવનચરિત્રમાંથી સેંકડે નેવું કે એથી વધારે પાનાં એ જ વસ્તુથી ભરેલાં હોય છે. આનું સામાન્ય જનતાના મન ઉપર એવું પરિણામ થયું છે કે માણસની એનામાં રહેલી પવિત્રતા, લેાકેાત્તર શીલસ ંપન્નતા, દયા આદિ સાધુ અને વીર પુરુષના ગુણાને લીધે એની કિ ંમત એ આંકી શકતા નથી. પણુ ચમત્કારની અપેક્ષા રાખે છે, અને ચમત્કાર કરવાની શક્તિ એ મહાપુરુષનું આવશ્યક લક્ષણુ માને છે. શિલાની અહલ્યા કરવાની, ગેાવનને ટચલી આંગળી પર ઊંચકવાની, સૂર્યને આકાશમાં થેાભાવી રાખવાની, પાણી પી ચાલી જવાની, હજારા માણુસાને એક ટાપલી રોટીથી જમાડવાની, માઁ પછી સજીવન થવાની • વગેરે વગેરે દરેક મહાપુરુષના ચરિત્રમાં આવતી વાર્તાએના રચનારાઓએ જનતાને આ રીતે ખાટા દૃષ્ટિબિંદુમાં ચઢાવી દીધી છે. આવા ચમત્કારે કરી બતાવવાની શક્તિ સાધ્ય હોય તોયે તેથી જ કેાઈ માણુસ મહાપુરુષ કહેવડાવવાને લાયક ન ગણાવા જોઈ એ. મહાપુરુષોની ચમત્કારા કરવાની શક્તિ કે અરેબિયન નાઇટ્સ ’ જેવાં પુસ્તકેામાં આવતી જાદુગરેની શક્તિ એ મેઉની કિંમત માણુસાઇની દૃષ્ટિએ સરખી જેવી જ છે. એવી શક્તિ હોવાથી કાઈ પૂજાપાત્ર ન થવા જોઈએ. રામે શિક્ષાની અહલ્યા કરી, કે પાણી પર પથ્થર તરાવ્યા એ વાત કાઢી નાખીએ, કૃષ્ણ કેવળ માનુષી શક્તિથી જ પોતાનું જીવન જીવ્યા એમ કહીએ, કંશુએ એક પણ ચમત્કાર બતાવ્યા નહાતા એમ માનીએ, છતાં રામ, કૃષ્ણ, યુદ્ધ, મહાવીર, ઈશુ વગેરે પુરુષો માનવજાતિના શું કામ પૂજાપાત્ર છે એ દૃષ્ટિથી આ ચરત્ર આલેખવાના પ્રયત્ન છે. એ કેટલાકને ન 6 Page #14 -------------------------------------------------------------------------- ________________ રુચે એ સંભવિત છે; પણ એ જ સાચી દૃષ્ટિ છે એમ મારી ખાતરી છે અને તેથી એ રીતને ન છોડવાને મેં આગ્રહ રાખે છે. મહાપુરુષોને નિહાળવાનું આ દૃષ્ટિબિંદુ જેમને માન્ય હોય તેમને માટે આ પુસ્તક છે. કિશોરલાલ ઘ૦ મશરૂવાળા વિલેપારલે ફાગણ વદ ૩૦ સંવત ૧૯૮૫ (ઈ. સ. ૧૯૨૯) Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદ્રન મલકાત ૧. રામચત્ર ર. રામહિમા ૩૪. જન્મ ૫. વિશ્વામિત્ર સાથે ૬. પરશુરામ અયેાધ્યાકાણ્ડ ૧. યુવરાજપદ ૨. હૈકેયીના લહુ ૩. દશરથને રોક તારણ ૧૫. ભરતને સંતાય ૧૬. રાજ્યના અસ્વીકાર ३ રામ 3 * ≈ છે | ૧૦ ૧૩ ૪૫. રામનાં વ્રતે ૧૩ ૬. સીતા અને લક્ષ્મણને સાથ ૧૪ ૭. વક્ષ્પરિધાન ૧૪ ૮૯. વનવાસ ૧૫ ૧૬ ૧૦. દશરથનું મૃત્યુ ૧૧-૧૨. ત્રણ રાણીઓની દશા ૧૬ ૧૩-૧૪. ભરતનું આગમન અને કેયીને ટપકા ૧૭ ૧૮ ૧૮ ૧૭. રામને પાછા લાવવા પ્રયાણ ૧૯ ૧૮. ચિત્રટ ૧૯ ૧૯-૨૦, ભરત અને રામને મેળાપ ૨૦ १४ લેખકની પ્રસ્તાવના અરણ્યકાRs ૧. વિરાધના નારા ૨. દંડકારણ્ય ૩. પંચવટી ૪. જટાયુ ૫. સૂર્પણખા ૬. રાવણ ૭-૮. સુવર્ણમૃગ ૯. સીતાહરણ ૧૦-૧૨. વાનરા કિષ્કિન્ધાકાત ૧-૨. રામના શે ૩. વાની સાથે મંત્રી ૪. રામની પ્રતિજ્ઞા ૫. વાલી સાથે યુદ્ધ, વાલીના ઠેકા ૬. રામના ઉત્તર ૭. ઉત્તરની યાગ્યાયેાગ્યતા ૮. વાલીનું મૃત્યુ ૯. સુગ્રીવને ધમ ૧૦-૧૧. વાનરોની રવાનગી સુન્દરકાRs ૧. સીતાની શોધ ર, હનુમાનને મેળાપ .. ૨૧ ૨૨ ~ ~ m x 2 = 2 ર ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ २७ ૩૯ છ છ ૧ ફર ૩૩ ૩૪ ૪ ૩૪ proh Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩, હનુમાન અને રાક્ષસે વચ્ચે રમખાણ ૪. લંકાદહન ૫. રામને ઉપહાર યુદ્ધકાણ્ડ ૧-૨ યુદ્ધમ ત્રણા * ૩-૪. વિભીષણ રામના પક્ષમાં ૪૧ ૫. અંગદવિષ્ટિ ૪ ૪૧ ૪૨ ૪૪ ૬. યુદ્ધ ૭. સીતાની દિવ્ય કાટી ૮-૯. અયાખ્યાગમન ઉત્તરકાણ્ડ ૧-૩. નગરચર્ચા ૪. સીતાવનવાસ ગોકુળપ ૧-ર, માતાપિતા ૩. કંસ ૪. કેસના ઝુલમ ૫. ઝુલમીના વહેમ ૬. દેવકીપુત્રાના નામ ૩૮ ૩૮ ૩૯ ૧૪-૧૮. એકરાગમન ૧૯. વિદાયગીરી ૨૦. કૃષ્ણ અને ગેાપીએ ૪ ४७ ૬૭ ૬૮ +૯ ७० H ૧ ૭. બળરામ, કૃષ્ણજન્મ ૮. શિશુઅવસ્થા ૯. કૌમાર 193 ૭૪ ૧૦. પગડાવસ્થા, કૃષ્ણભક્તિ ૭૫ ૧૧. કૃષ્ણના સર્વાંગી વિકાસ ૭૬ ૧૨. ચૌવનપ્રવેશ, કંસની રાકા ૭૬ ૧૩. કેશીવધ 49 9 942 ૩ १५ કૃષ્ણ ૪૯ ૫૭. વાલ્મીકિના આશ્રમમાં ૪૮ ૮-૧૦, શમ્બુવધ ૧૧. અશ્વમેધ, રામાયણનું ગાન ૫૧ ૧૬. સીતાનું બીતું દિવ્ય પુર ૧૩. લક્ષ્મણના ત્યાગ અને દેહાંત પર ૧૪. રામના વૈકુંઠવાસ ૫૪ ૧૫. રામાયણનું તાત્પ ૫૪ નોંધ ૧. રાક્ષસ ર. રોવધનુષ્ય ૫૭ ૫૮ ૩. તપશ્ચર્યાં ૫૮ ૪. વિભીષણનું આવી મળવું. ૫૯ ૫. સત્ક્રાતિ ૬૦ ૬. નારદ તપના અધિકારનેાસિદ્ધાન્ત ૬૨ મથુરાપલ ૧. ગજવધ ર. મુષ્ટિક-ચાણુર-મર્દન ૩. કંસવધ ૪. ઉગ્રસેનના અભિષેક ૮૩ ૫. ગૃગૃહે ૮૩ ૮૪ ૬-૭, જરાસધની ચડાઈ ૮, જરાસધની બીજી ચડાઈ ૮૪ ૯. રામકૃષ્ણના મથુરાત્યાગ ૮૫ ૧૦. ગામન્તક પતનું યુદ્ધ ૧૧, મથુરા નિવાસ ૮૫ ૧૨. રુકિમણી સ્વયંવર ૧૩-૧૫. મથુરા પર પુનઃ આક્રમણ દ્વારિકાપવ ૮ ૧. દ્વારિકામાં વસવાટ ૧ ૧ * ૮૬ < ઉર .. Page #17 -------------------------------------------------------------------------- ________________ * 0 0 v o R - ૧૦૮ ૨ . v ૨. રુકિમણુહરણ ૭. યુદ્ધવર્ણન ૧ ૦૫ ૩. નરકાસુર વધ ૮, ભીષ્મનો અંત ૧૦૬ ૪. શિશુપાળનું આક્રમણ ૯, દ્રોણનું સેનાધિપત્ય ૧૦૭ પાંડવપવ ૧૦. દ્રોણવધ ૧૦૭ ૧. પાંડવો ૧૧. કર્ણવધ ૧૦૮ ૨. દ્રૌપદી સ્વયંવર ૧૨–૧૪. દુધનવધ ૩–૪. ઇન્દ્રપ્રસ્થ ૧૫. પરીક્ષિત-પુનરજજીવન ૧૦૯ ૫-૬, જરાસંધ વધ ઉત્તરપર્વ 9. રાજસૂય યજ્ઞ, શિશુપાળ ૧–૨. સુદામા ૧૧૧ વધા ૩. ચાદવને રાજમદ ૧૧૨ વતપર્વ ૪-૫. યાદવ સંહાર ૧૧૩ ૧. કલહનાં બીજ ૬. નિર્વાણ ૧૧૪ ૨. જુગાર ૭. કૃષ્ણ મહિમા ૧૧૫ ૩. દ્રૌપદી વસ્ત્રહરણ ૮-૯, પાંડો હિમાલયમાં ૧૧૭ ૪. ફરી જુગાર નેધ ૫. કૃષ્ણની મુલાકાત ૧. આકાશવાણી ૧૧૮ ૬. કૃષ્ણનું તત્ત્વચિંતન અને ૨. આપણા યુગનાં ... છે - ભેગાભ્યાસ ૩. પુરુષમેધ ૧૨૦ યુદ્ધપર્વ ૪. રાજસૂય યજ્ઞ, અશ્વમેધ ૧૨ ૧. પાંડવોનું પ્રગટ થવું ૧૦૦ ૫. અવભથસ્નાન १२० ૨-૩. કૃષ્ણવિષ્ટિ ૧૦૧ ૬. શનિનું મહેણું ૧૨૧ ૪. વિદુર, ભીષ્મ અને કૃષ્ણ ૧૦૨ ૭. ભાઈઓની હેડ ૧૨૧ ૫. અર્જુનને વિષાદ ૧૦૩ ૮. દ્રૌપદીના વર ૧૨૨ ૬. ગીતોપદેશ ૧૦૪ ૯. કપટનું આળ ૧૨૨ રામ-કૃષ્ણ [સમાલોચના] ૧-૩. પુરુષોત્તમ ૧૨૭ ૯. રામપાસનાનો માર્ગ ૧૩૧ ૪. રામચરિત્રનું તાત્પર્ય ૧૨૭ ૧૦. કૃષ્ણ પાસનાનો માર્ગ ૧૩૨ પ-૭, કૃષ્ણચરિત્રનું તાત્પર્ય ૧૨૯ ૧૧. દેવ અને ભક્તને સંબંધ, ૮. ઉપાસનાને હેતુ ૧૩૧ ગોપીભક્તિ ૧૨-૧૩. જીવન એ ઉત્સવ ૧૩૩ ૧૬૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ જોકે Page #19 --------------------------------------------------------------------------  Page #20 -------------------------------------------------------------------------- ________________ બાલકારડ શ્રી રામચંદ્રના પ્રતાપી ચરિત્રથી ભાગ્યે જ કેઈ હિંદુ અજાયે હોઈ શકે. રામાયણ લખાયાને કેટલી સદીઓ ૩ થઈ ગઈ તેને પત્તો લગાડે આજે મુશ્કેલ છે. રામાયણમાં ઐતિહાસિક તત્ત્વ કેટલું છે અને કવિએ રચેલી કથાને ભાગ કેટલું છે તે ઠરાવવું લગભગ અશક્ય છે અને તે ઠરાવવામાં બહુ પ્રયજન પણ રહ્યું નથી. કારણ વાલ્મીકિ અને ત્યાર પછીના સેંકડે કવિઓએ રામકથાને જુદી જુદી રીતે પ્રજાના હૃદયમાં એટલી ઊંડે ઉતારી છે અને એટલી સત્યવત્ બનાવી મૂકી છે કે સાચી હકીકતે પણ એથી વધારે સત્યવત્ ભાગ્યે જ લાગી શકે; છતાં રામાયણ એક પ્રાચીન કાવ્ય છે એ યાદ રાખવું જોઈએ. તેથી અદ્દભુત રસ જમાવવા માટે એમાં અમાનુષી– દૈવી-ચમત્કારિક વાતે સહેજે આવી છે. એ અદ્ભુત વાતે એવી રીતે ગૂંથાયેલી છે કે તેને તદ્દન છોડી દઈને રામાયણની વાત કહેવી શક્ય નથી. આ ઉપરાંત પાછલા કવિઓએ અને, રામની ઈશ્વરના અવતારમાં ગણના થવા માંડ્યા પછી, ભક્તિમાગી કવિઓએ તેમાં ચમત્કાર અને અદ્ભુત રસને એટલે ઉમેરો કર્યો છે કે મૂળ વાલમીકિની વાત ઢંકાઈ ગયા જેવીયે થઈ છે. વાર્તાના પ્રવાહ સાથે સંબંધ ન હોય તેવી વાત અહીં છેડી દીધી છે. રામના ચરિત્રોને અતિપ્રાકૃત – દૈવી શક્તિથી બનેલાં – દર્શાવવા 1 Page #21 -------------------------------------------------------------------------- ________________ રામ ' લખાયેલી જે વાતા લાગી છે તે છેડી દીધી છે. છતાં કેટલીક અદ્ભુત રસની વાતા આવ્યા વિના રહી નથી. એ કાઢી નાખવા માટે વળી એક નવા રામ બનાવવા પડે. વાચકે એવી વાતાને ‘નવલકથા ’થી વધારે મહત્ત્વ ન આપવું જોઈ એ. એટલું ખાદ કરતાં અનેક પ્રકારના માણસાઈના અને ઉત્તમ પુરુષના આદર્શો ખતાવનારા આ કાવ્યમાંથી રામચિત્ર કેવું ભાસે છે, તે રીતે આ નાનકડું ચરિત્ર લખાયું છે. શમહિમા ૨. નાનકડા અયેાધ્યા જિલ્લાના અધિપતિ કરતાં અનેક મેટા ચક્રવતી અને પરાક્રમી રાજાએ હિંદુસ્તાનમાં થઈ ગયા. છતાં, જાણે ગઈ કાલે જ રામચરિત ન બન્યું હાય એટલેા એમને યશ અને એમના પ્રતિની ભક્તિ હજુ સુધી હિંદુ-હૃદયમાં સ્ફુર્યાં કરે છે. આજની રાક્ષસ જેવી વિશાળ બ્રિટિશ સલ્તનતના સિહાસન પર બેસનારા શહેનશાહને તુચ્છ ગણે એવા સમ્રાટ પણ કદાચ કોઈ કાળે પૃથ્વી પર અસ્તિત્વમાં આવે અને કાળની અનંતતામાં લીન થઈ જાય; એમના કાળમાં એમના હાથ તળે દબાયેલી પ્રજાએ કદાચ એમને જયજયકાર પણ કરે. છતાં, રાજા રામચંદ્રકી જય ’એાષણા ભુલાવવાને અને એ જયકારમાં ઝળકતા ચિર’જીવ યશ અને અતુલ્ય ભક્તિને હઠાવવાને કાઈ મહીપતિએ સમ ન થાય એ સંભવનીય છે. કોઈ આખા જગતને સમ્રાટ થઈ શકે; રાવણના રાજ્ય કરતાંયે વધારે માટી બ્રિટિશ સલ્તનતને ધૂળમાં રગદોળી નાખે એવા કોઈ પરાક્રમી પુરુષ : Page #22 -------------------------------------------------------------------------- ________________ બાલકાણુડ ભૂતળ ઉપર પેદા થઈ શકે; છતાં એ રાજા રામને યશને જીતી ન શકે એવું બને. રામને કેઈ જીતી શકશે તો તે રામને ઉપાસક જ. જે પૂર્ણપણે રામનાં ઉદાર ચરિત્રોને પિતાને આદર્શ બનાવી, તે પ્રમાણે પિતાનું જીવન ઘડશે, અને એ અર્થમાં રામરૂપ થશે તે જ રામને જીતશે. ૩. ભારતવર્ષના ક્ષત્રિમાં ઈક્વાકુ કુળ અત્યંત પ્રતાપી થઈ ગયેલું જણાય છે. જે જે પ્રતાપી રાજાઓની જન્મ કીતિ હિંદુસ્તાનની પ્રજાઓ ગાય છે તેમાંના - અનેકની વંશપરંપરા ઇક્વાકુ કુળ સાથે જોડવામાં આવે છે. સગર, દિલીપ, ભગીરથ, હરિશ્ચંદ્ર ૧. સૂર્યવંશી ક્ષત્રિયોને આદિપુરુષ. વિવસ્વન (સૂર્ય)ને પુત્ર મનું અને મનુનો પુત્ર ઈવાકુ એવી કથા છે. ગીતામાં ચોથા અધ્યાયના પહેલા કલેકમાં જે વિવસ્વાન અને મનનાં નામ છે તે આ જ. ઈવાકુ વંશની આગળ જતાં ઘણી શાખાઓ પડી ગઈ રામનું રઘુકુળ એમાંની એક શાખા. રઘુના વંશજે તે રાઘ; માટે રામને રાઘવ, રઘુપતિ વગેરે ઉપનામો દેવાય છે. ૨. સગર, દિલીપ, ભગીરથ – રાઘવના પૂર્વજો – જેમણે અનેક વર્ષો સુધી પ્રચંડ પ્રયત્ન કરી ગંગાને ભારતવર્ષમાં વહેતી કરી. એમાં સૌથી મોટો અને યશસ્વી પ્રયત્ન ભગીરથ રાજાનો હતો. તે ઉપરથી ભગીરથ” શબ્દ બહુ ભારે પ્રચંડ એ અર્થમાં “પ્રયત્ન'ના વિશેષણ તરીકે વપરાય છે. ૩. હરિશ્ચંદ્ર – સત્યવાદી. પરાક્રમમાં પાછા હઠવું નહીં, અને એક વાર કરેલી પ્રતિજ્ઞા પ્રાણ જતાં ચે તેડવી નહીં, એ રઘુવંશી ક્ષત્રિયોને કુલધર્મ ગવાયો છે. રઘુકુ રીતિ સદા વ િગાવી કાળ ગાય ઘર વપન ને નાગી છે ( તુલસીદાસ ) Page #23 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ, મહાવીર વગેરે સર્વ ઇક્વાકુ કુળના હતા એવું જણાવવામાં આવે છે. ( ૪. કેસલ પ્રાન્ત – એટલે અયોધ્યાની આજુબાજુના મુલક–માં ઘણાં વરસે સુધી રઘુ વંશના રાજાઓ રાજ્ય કરતા હતા, તેમાં દશરથ નામે એક રાજા થઈ ગયા. એને કૌસલ્યા, સુમિત્રા ને કૈકેયી નામે રાણીઓ હતી. દશરથને છેક પાકી ઉંમરે ચાર પુત્રો થયા. મેટા શ્રી રામ કૌસલ્યાને પેટે, લક્ષમણ અને શત્રુન સુમિત્રાને ઉદરે અને ભરત વૈકેયીને કખે અવતર્યા. રામને જન્મ ચૈત્ર સુદિ નવમીને દિવસે મધ્યાહુને ઊજવવામાં આવે છે, અને ભરતને ત્યાર પછી એકાદ દિવસમાં અને લક્ષ્મણ તથા શત્રુન ત્યાર પછી એકાદ દિવસે જેડિયા ભાઈ તરીકે જન્મ્યા હતા એમ માનવાની પદ્ધતિ છે. ચારે ભાઈઓની વયમાં નામનો જ તફાવત હતું, છતાં એટલા અલ૫ કાળના અન્તરથી થયેલા વડીલ પ્રત્યે પણ નાનાએ આજ્ઞાધીનપણે વર્તવું એવી એમને કેળવણું આપવામાં આવી હતી. હવે બાળક થવાની આશા નથી એમ તદ્દન નિરાશ થયેલા વૃદ્ધ પિતાને અણધાર્યા ચાર છોકરાઓ થવાથી તેમના ઉપર એને અતિશય પ્રેમ હતું, અને ચારે ભાઈઓને પણ ૧. બુદ્ધ, મહાવીર – ઈક્વાકુ કુળની બીજી બે શાખાઓ - શાક્ય અને જ્ઞાતૃ નામની – તેમાં એ મહાન પુરુષોને જન્મ થયેલ મનાય છે. ૨. કૌસલ્યા, છેકેયી–એટલે કેસલ અને કેકેય પ્રાન્તની. કેકેય પ્રાત પંજાબ અને કાશમીર વચ્ચે સમાઈ જાય. Page #24 -------------------------------------------------------------------------- ________________ આલકાણ્ડ मातृदेवो भव । पितृदेवो भव । आचार्यदेवो भव । अतिथिदेवो સવ એ ઉપનિષદની આજ્ઞા પ્રમાણે માતાપિતા અને ગુરુને જ દેવ સમાન પુજવાનું શીખવવામાં આવ્યું હતું. કરાઓની જેવી માબાપ પ્રતિ દૃઢ ભક્તિ હતી તેવી જ પરસ્પર ગાઢ પ્રીતિ હતી. રામ ભરતને પેાતાના પ્રાણ સમાન ગણતા, અને લક્ષ્મણ તે જાણે પેાતાની છાયા જ હાય નહી એમ એને સાથે રાખતા. આપણે સાવકા છીએ એવા તા એમને ખ્યાલે ઉત્પન્ન થતા નહીં. ૩ ૫. છેકરાઓને પૌગડાવસ્થા પ્રાપ્ત થયા પછી એક વાર વિશ્વામિત્ર ઋષિ દશરથ રાજાના દરબારમાં આવી ચડયા. વિશ્વામિત્રે એક યજ્ઞ શરૂ કર્યાં હતા. એ યજ્ઞમાં કેટલાક રાક્ષસો વિન્ન નાખતા હતા. વિશ્વામિત્રે યજ્ઞની દીક્ષા લીધેલી હાવાથી એમનાથી શત્રુઓ સામે લડી લડી શકાય એમ નહાતું; એથી તેમણે રામ અને લક્ષ્મણને મદદમાં મેાકલવા દશરથને વિનંતી કરી. પુત્રપ્રાપ્તિના માહને લીધે દશરથ બાળકોને આવા જોખમમાં નાખવા ઇચ્છતા નહોતા, પણુ વિશ્વામિત્રના અત્યંત આગ્રહથી, એમની માગણી સાંભળ્યા પહેલાં જ એ મજૂર કરવાનું પહેલેથી વચન આપી દીધેલું વિશ્વામિત્ર સાથે ૧. પાંચ વર્ષ સુધીનું બાળક શિશુ કહેવાય, ખાર વર્ષ સુધી કુમાર; ખરથી સાળ પુગણ્ડ, સેાળથી વીસ કિશોર અને ત્યાર પછી યુવાન. ૨. વિશ્વામિત્રનાં પરાક્રમ, તપ, વસિષ્ઠ સાથેની લડાઈ, બ્રહ્મષિ થવાની ઇચ્છા વગેરે બાબત તથા વસિષ્ટની વાત જાણવા જેન્સી છે. ૩. જુઓ પાછળ નોંધ ૧લી. Page #25 -------------------------------------------------------------------------- ________________ રામ હેવાથી, અને વસિષ્ઠની સમજાવટથી છેવટે એમણે રામલક્ષ્મણને વિશ્વામિત્રના હાથમાં સોંપ્યા. વિશ્વામિત્રે તે ખરું જોતાં આ સહાય માગવામાં રઘુકુળ ઉપર ઉપકાર જ કર્યો હતે. ધનુર્વિદ્યા અને અસ્ત્રવિદ્યામાં વિશ્વામિત્ર નિપુણ હતા. એમણે બે ભાઈઓને પિતાની સર્વ યુદ્ધકળા શીખવી અને તેમને ઉત્તમ દ્ધા બનાવ્યા. એ વિદ્યાના બળથી રામલક્ષમણે વિશ્વામિત્રના શત્રુઓને નાશ કરી એમને યજ્ઞ નિર્વિઘ પાર પાડ્યો. યજ્ઞમાંથી પરવારી વિશ્વામિત્રે બેઉ કુમારેને પ્રવાસ કરાવવા માંડ્યો. અનેક પ્રાન્તમાં ફેરવી ત્યાંની જમીન, નદીઓ, ઉત્પત્તિ, પ્રજા, તેમના ઈતિહાસ અને રીતરિવાજ વગેરેનું એમણે બેઉ ભાઈઓને સારું જ્ઞાન આપ્યું. એમ ફરતાં ફરતાં તેઓ મિથિલાનગરીમાં આવી પહોંચ્યા. ત્યાંના નરેશ જનકનેર સીતા નામે એક કન્યા હતી. જનક પાસે એક મેટું શૈવ ધનુષ્ય હતું. એ ધનુષ્યને જે ચઢાવે તેને સીતા પરણાવવી એવી જનકે પ્રતિજ્ઞા કરેલી હતી. અનેક રાજાઓ એ પરીક્ષા આપવા આવી ગયા હતા, પણ ધનુષ્યને ઊંચકી ન શકવાથી લક્ઝાયમાન થઈને ચાલ્યા ગયા હતા. વિશ્વામિત્રના કહેવાથી જનકે એ ધનુષ્ય રામને દેખાડવા મંગાવ્યું. વિશ્વામિત્રની આજ્ઞાથી ૧. હાલના દરભંગા આગળ. ૨. જનક એ સીતાના પિતાનું નામ હતું એમ સામાન્ય સમજૂત છે. એ બરાબર નથી. જનક એ મિથિલાના રાજાઓની અટક જેવું માલૂમ પડે છે. જેમ હૈદરાબાદના નિઝામ, તેમ મિથિલાના જનક. ૩. જુઓ પાછળ નોંધ રજી. Page #26 -------------------------------------------------------------------------- ________________ મલકાણ રામે ગુરુને પ્રણામ કરી ડાબા હાથે તેને સહેલાઈથી ઊંચકી લીધું અને જમણે હાથે દેરી ચઢાવવા ગયા, પણ તેમ કરવા જતાં જ તે ભાંગી ગયું. રામચંદ્રના પરાક્રમથી જનક અતિશય પ્રસન્ન થયા અને તાબડતોબ દશરથ રાજાને તેડાવવા માણસ મેક. અયોધ્યાવાસી આવી પહોંચતાં જનકે રામ-સીતાનાં લગ્ન કર્યા અને પિતાની બીજી પુત્રી અને બે ભત્રીજીએ પણ અનુક્રમે લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નને વરાવી. ૬. લગ્નમાંથી પરવારી સર્વે અયોધ્યા આવવા નીકળ્યા. રસ્તામાં એમને ક્ષત્રિયેના શત્રુ પરશુરામ પરશુરામ મળ્યા. એનું શરીર ખૂબ ઊચું અને જબરું હતું. માથા પર જટાને ભાર હતા. નેત્ર લાલચળ હતાં. એક ખાંધ પર મટી ફરશી હતી અને બીજી ખાંધ પર એક મોટું ભયંકર વૈણવી ધનુષ્ય ભરાવેલું હતું. રામે શિવધનુષ્ય ભાંગ્યાની વાત સાંભળતાં જ એને બીક લાગી હશે કે એને કોઈ બળવાન ક્ષત્રિય જાગી ઊઠે અને બ્રાહ્મણને પીડા કરે; માટે તે વિશેષ બળવાન થાય તે પહેલાં જ એને નિકાલ લાવ એ ઈચ્છાથી એણે રામને વૈષ્ણવી ધનુષ્ય ચઢાવી એની સાથે યુદ્ધ કરવા નોતર્યા. રામને ધનુષ્ય ચઢાવતાં જોતાં જ પરશુરામનો મદ ઊતરી ગયે. એ નિસ્તેજ થઈ ગયા. પૃથ્વીને ક્ષત્રિય વિનાની કરવાને અત્યાર ૧. પરશુરામનું ચરિત્ર, એની માતાપિતા તરફની ભક્તિ અને અભુત પરાક્રમ જાણવા જેવાં છે. વસિઝ વિરુદ્ધ વિશ્વામિત્ર, અને પરશુરામ વિરુદ્ધ રામની કથાઓ પરથી બ્રાહ્મણ તથા ક્ષત્રિયો વચ્ચે એક કાળે ભારે કલહ હતો એમ કેટલાક વિદ્વાનો ઇતિહાસને સમજાવે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ રામ અગાઉ એમણે જે તપશ્ચર્યા કરી તે સર્વ પાણીમાં ગઈ એમ એમને લાગ્યું અને તેથી રામને વંદના કરી એ ફરી તપ કરવા ચાલ્યા ગયા. અયોધ્યાકાર્ડ કેટલાંક વર્ષ આનંદમાં ચાલ્યાં ગયાં. દશરથ દિવસે દિવસે ઘડપણથી અશક્ત થતા હતા; તેથી એમણે એક - દિવસ પિતાના રાજ્યના વિદ્વાન બ્રાહ્મણ, * માંડલિક ક્ષત્રિય અને વૃદ્ધ પુરુષની સભા ભેગી કરી અને રામને યુવરાજ નીમવા વિષે તેમને અભિપ્રાય પૂછો. સભાએ એકમતે એ પ્રસ્તાવ સ્વીકારી લીધે અને બીજે જ દહાડે રામને યુવરાજ તરીકે અભિષેક કરવાનો નિશ્ચય કર્યો. ૨. આ વખતે ભરત પિતાને સાળ હતું. ભારતની ગેરહાજરીમાં એકાએક થયેલા આ ઠરાવથી કૈકેયીની એક 20 . દાસી મંથરાને કપટને વહેમ ગયા. એણે * પિતાને વહેમ કૈકેયીના ચિત્તમાં ભર્યો અને આ અભિષેક ગમે તેમ કરી અટકાવવા એને ઉશ્કેરી. એની શિખામણની કૈકેયી ઉપર પૂરી અસર થઈ. એણે કલહ કરવાને નિશ્ચય કર્યો. એક વાર એક યુદ્ધમાં દશરથનું સારથિપણું કરી એણે બહાદુરીથી રાજાને પ્રાણ બચાવ્યો હતો. રાજાએ આથી પ્રસન્ન થઈ એને બે વર આપવા તે વખતે વચન આપ્યું હતું. એ વર માગવાની આ સરસ તક છે એમ ૧. જુઓ પાછળ નેધ ૩છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ અધ્યાકાહ કૈકેયીને લાગ્યું. સાંજે દશરથ એના મહેલમાં આવે તે પહેલાં એણે લેશ શરૂ કરવા માંડ્યો. અલંકારે ફેંકી દીધા, વાળ છૂટા કીધા, નવાં કાઢી નાખી જૂના અને મેલાં વસ્ત્રો પહેરી લીધાં અને જમીન પર આળેટી એણે મોટેથી રડવા માંડ્યું. દશરથને મહેલમાં જતાં જ કલેશનું દર્શન થયું. પુષ્કળ કલ્પાંત કર્યા પછી કૈકેયીએ દશરથને પિતાના બે વર આપવા માગણી કરી. દશરથે તેમ કરવા વચન આપ્યું. વચનથી બાંધી લીધા પછી કેકેયીએ પહેલા વરમાં રામને બદલે ભરતને યુવરાજ તરીકે અભિષેક અને બીજા વરમાં રામને ચૌદ વર્ષ દેશનિકાલ ફરમાવવાની માગણી કરી. આવી માગણી થશે એ દશરથને જરાયે ખ્યાલ નહે. એ તે બીજે દિવસે પિતાના પ્રિય પુત્રને યુવરાજ નીમવાના ઉમંગમાં હર્ષભેર પિતાની માનીતી રાણીને મહેલ આવ્યા હતા. પિતાની જ દરખાસ્તથી સવારે રામને યુવરાજપદ આપવા નક્કી કરી, અભિષેકને જ દિવસે એને કાંઈ પણ દેષ વિના ચૌદ વર્ષ વનવાસની શિક્ષા કેવી રીતે કરી શકાય? એક બાજુથી પ્રતિજ્ઞાને ભંગ અને બીજી બાજુથી અન્યાયી કાર્ય કરવાના સંકટમાં દશરથ આવી પડ્યા. એમાંથી છૂટવા એણે કૈકેયીને ઘણું સમજાવી. ૧. દશરથે, આ સુધ્ધાં બે વાર, માગણી કેવા પ્રકારની થશે, એ વાજબી હશે કે નહીં એને વિચાર કર્યા વિના એ સ્વીકારવાની પ્રતિજ્ઞા કરવાની ભૂલ કરી અને તેથી સંકટમાં આવી પડ્યા. વિચાર્યા વિના કેઈની માગણી સ્વીકારવાની પ્રતિજ્ઞા કરી શકાય? અને તેમ કર્યા પછી એ પ્રતિજ્ઞા જાળવવા કેઈ નિર્દોષને અન્યાય કરી શકાય? પ્રતિજ્ઞા કર્યા પહેલાં કેટલે વિચાર કરવો જોઈએ, એ દશરથે ઠીક શીખવ્યું છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શમ એને પગે પડયા. એની ધર્મબુદ્ધિને જાગ્રત કરવા પ્રયત્ન કર્યો. રામને આવી આજ્ઞા કરવાથી લોકોને એમના ઉપર કેટલે અણગમે થાય તેનું ભાન કરાવ્યું, પણ કેકેયી એકની બે થઈ નહીં. એ આખી રાત દશરથે શેકમાં અને કૈકેયીએ કંકાસમાં ગાળી. ૩. સવારના પહોરમાં અભિષેક માટે વસિષ્ઠ તૈયારી કરવા માંડી. ઘણે વખત થઈ ગયા છતાં દશરથ તૈયાર દશરથનો શેક થઈ આવ્યા નહીં', તેથી તેણે એક મૃતને " દશરથ રાજાને જગાડવા મેકલ્યો. સૂતે દશરથ અને કૈકેયીની સૂતકીના જેવી દશા જોઈ, પણ તે કશું સમજી શક્યો નહીં. રાજા પણ શેક અને શરમના ઊભરાને લીધે કશું બેલી શકતો નહોતે. અને કેટલીક વારે તેણે રામને તેડી લાવવા આજ્ઞા કરી. રામ તરત જ આવી રાજાની સામે ઊભા રા; પણ દશરથની જીભ જ ઊપડતી નહોતી. એમની આંખમાંથી આંસુ ચાલ્યાં જતાં હતાં. રામ આ જોઈ ગભરાઈ ગયા અને કૈકેયીને કારણ પૂછવા લાગ્યા. દશરથ બેલે નહીં અને લાજ રાખી કૈકેયી મુંગી રહે તે પિતાને સ્વાર્થ બગડે, એ બીકથી કૈકેયીએ જ રાજાની વતી બલવાનું શરૂ કર્યું. તેણે કહ્યું: “રામ, તારી બીકથી રાજા કંઈ બોલી શકતા નથી. પોતાના પ્રિય પુત્રને કડવી આજ્ઞા સંભળાવતાં એમની જીભ ઊપડતી નથી, માટે તે વાત હું તને કહું છું તે સાંભળ. પૂર્વ રાજાએ મને બે વરદાન આપવા વચન આપ્યું હતું. તે મેં આજે માગ્યાં અને એમણે મને આપ્યાં, પણ હવે પ્રાકૃત પુરુષની માફક Page #30 -------------------------------------------------------------------------- ________________ અયોધ્યાકાણ એ પશ્ચાત્તાપ કરે છે. એ વરે સત્ય કરવાનું તારા હાથમાં છે. રામ, સર્વનું મૂળ સત્ય છે, એ તું અને સર્વ સજ્જને જાણે છે. તે સત્ય તારે માટે રાજા કેમ છેડી શકે?” ૪. આ સાંભળી રામ બહુ દુઃખિત સ્વરે બોલ્યા : દેવી, હું જે રાજાની આજ્ઞા ન પાળું તો મને ધિક્કાર રામનાં વતે છે છે. રાજાની આજ્ઞાથી હું અગ્નિમાં પડવા " તૈયાર છું. મને કહે રાજાની શી આજ્ઞા છે? રામ એકવચની, એકબાણ અને એકપત્નીવ્રતી છે. એ કઈ દિવસ અસત્ય બેલતે જ નથી.” પ. આ પ્રમાણે રામને વચનથી બાંધી લઈ કૈકેયીએ પોતાને મળેલાં વરદાને કહી સંભળાવ્યાં, અને રાજાની પ્રતિજ્ઞાને સત્ય કરવા તરત જ અધ્યા છેડી જવા જણાવ્યું. રામે એકદમ નીકળી જવા ખુશી બતાવી. આ સંવાદ સાંભળતાં જ દશરથ મૂચ્છવશ થઈ ગયા. આથી રામને બહુ દુઃખ લાગ્યું. એણે કૈકેયીને કહ્યું : “દેવી, મને કઈ સામાન્ય માણસના જે અર્થલેભી જાણે નહીં. ઋષિઓની જેમ હું પણ પવિત્ર ધર્મને પાળવાવાળે છું. માતાપિતાની સેવા કરવી અને એમની આજ્ઞા ઉઠાવવી, એથી હું કઈ વધારે મોટે ધર્મ સમજ જ નથી. તમે મને ખરેખરે સગુણ જ નથી; નહીં તે તમે રાજાને આ દુઃખમાં નાખત નહીં. તમારે જ મને વનવાસ જવાની આજ્ઞા કરવી ઘટતી હતી. જેમાં રાજાની આજ્ઞા મને માન્ય છે, તેમ તમારી આજ્ઞા પણ મારે માથે છે. હશે હવે હું માતાની આજ્ઞા લઈ, સીતાને સમજાવી હમણાં જ નીકળી Page #31 -------------------------------------------------------------------------- ________________ રામ. જાઉં છું. ભરત બરાબર પ્રજાને પાળે અને રાજાની સેવા કરે એ જેજે, કારણ કે એ જ આપણે સનાતન ધર્મ છે.” ૬. ત્યાંથી નીકળી રામ લાગલા જ કૌસલ્યાને મંદિરે ગયા અને બનેલી સર્વે હકીકત એને કહી. આવું અણધાર્યું સીતા અને , સંકટ આવવાથી કૌસલ્યાને જે દુઃખ થયું એ છે તેમાંથી એને શાંત કરવાં એ સહેલું નહોતું; પણ પ્રિય વચનથી રામે એમને ધીરજ આપી અને એમને આશીર્વાદ લઈએ સીતાની પાસે જઈ પહોંચ્યા. સીતાએ રામ સાથે વનમાં જવા આગ્રહ કર્યો. પતિના ભાગ્યમાં પત્ની તરીકે પિતાને અર્થે હિસ્સે ભેગવવાને એણે હક બતાવ્યું. રામ તેની વિનંતીને અસ્વીકાર કરી શક્યા નહીં, તેથી એમને પણ સાથે જવાનું ઠર્યું. લક્ષ્મણે પણ રામના સાથી થવા ઈચ્છા દર્શાવી. સુમિત્રાની આજ્ઞા લઈ તેમ કરવા રામે એને અનુમતિ આપી. વીરમાતા સુમિત્રાએ તરત જ રજા આપી અને કહ્યુંઃ “દીકરા, રામને દશરથને ઠેકાણે ગણજે, મારે ઠેકાણે સીતાને ગણજે અને અરયને અધ્યા માનજે.” ૭. પિતાની સર્વ સંપત્તિનું દાન કરી દઈ રામ, લક્ષ્મણ અને સીતા દશરથની છેલ્લી આજ્ઞા માગવા ગયાં. દશરથે સર્વ કુટુમ્બીઓ અને મંત્રીઓને પરિધાન ભેગાં કર્યો. થોડી વારમાં રામના વનવાસની વાત આખા શહેરમાં ફેલાઈ ગઈ અને અનેક નગરજનેની પણ રજવાડા આગળ ભીડ થઈ. કૈકેયીએ ત્રણેને માટે વહકલે લાવી મૂક્યાં. રામ અને લક્ષમણે એ વક Page #32 -------------------------------------------------------------------------- ________________ અધ્યાકાRs પહેરી લીધાં, પણ સીતાને એ પહેરતાં આવડયાં નહીં. છેવટે રામે એ વસ્ત્રો એના રાજશાહી પેાશાકની ઉપર જ બાંધી દીધાં. આ દેખાવ જોઈ બધા લોકોને કૈકેયીની નિષ્ઠુરતા માટે અતિશય ખોટું લાગ્યું. વસિષ્ઠે પણ એને તિરસ્કાર કર્યાં. એણે એમ પણ કહ્યું, કે રામ ભલે વચનથી બંધાઈને વનવાસ જાય, પણ સીતાએ એની સાથે જવાની જર નથી. રામની અર્ધાંગના તરીકે એની વતી રાજ્ય ચલાવવાના એને અધિકાર છે. કૈકેયી પેાતાની હઠ ન છેડે તેા સ નગરવાસીઓ સહિત પાતે પણ અરણ્યમાં જવાની ધમકી આપી; પણ કૈકેયીના ઉપર આ પ્રહારીની કશી અસર થઈ નહી. એનું હૃદય પથ્થર બની ગયું હતું. ૧૫ ૮. અતે, તેમને એક રથમાં બેસાડી દેશની હ્રદ બહાર છેડી આવવાની તૈયારીઓ થઈ. સવૅ વડીલેાને પ્રણામ કરી ત્રણે જણુ રથમાં બેઠાં. હજારો લેાકેા વનવાસ રથની ચારે ખાજુએ ફરી વળ્યા. અને પાછળ દોડવા લાગ્યા. પિતા પણ પાછળ દોડવા મંડયા, પણ મૂર્છા ખાઈ જમીન પર પડયા. રામથી પિતાની આ સ્થિતિ જોઈ શકાતી નહોતી, છતાં એ પણ સહન કર્યે જ છૂટકા એમ વિચારી એમણે સૂતને રથ હાંકી મૂકવા આજ્ઞા કરી. કેટલાક લેાકેા રામની પાછળ જંગલમાં ગયા. રામે એમને પાછા વળવા કેટલીયે વાર સમજાવ્યા; પણ પ્રેમની અતિશયતાથી કાઈ એ માન્યું નહીં. છેવટે સાંજને સુમારે તમસા નદી આગળ એક ઝાડ નીચે રામે રથ છેડાવ્યેા. પ્રજાજને પણ બિચારા ત્યાં જ સૂઈ રહ્યા. કાઈ એ તે દિવસે અન્ન ખાધું Page #33 -------------------------------------------------------------------------- ________________ નહતું. સવારના પહોરમાં રામે લમણને ઉઠાડ્યા, અને પ્રજાજને જાગે તે પહેલાં રથ હંકાવી મૂક્યો હોય તે જ લેકે પાછા ફરે એમ બને એ વિચારી સૂતને તૈયાર થવા આજ્ઞા કરી. લોકેએ સવારના રામને ન દેખ્યા, એટલે શેક કરી નિરાશ થઈ પાછા અધ્યા ફર્યા. સંધ્યાકાળના સુમારે રથ કેસલ દેશ વટાવી ગયે; અને ભાગીરથીના તટ પર આવી ઊભે રહ્યો. અહીં ભીનું એક સંસ્થાન હતું. ત્યારે રાજા ગુહ રામને મિત્ર થતું હતે. એણે રામની સારી રીતે આગતાસ્વાગતા કરી. બીજે દિવસે સવારે રામે સૂતને પાછો વાળે. ગુહે રામને ગંગાપાર પહોંચાડવા વ્યવસ્થા કરી. ૧૦. સૂત અધ્યા પહોંચ્યો ત્યારે દશરથ કૌસલ્યાના મહેલમાં પુત્રવિરહથી માંદા થઈ પડેલા હતા. ઘણાં વર્ષ દશરથનું મૃત્યુ પહેલાં પિતાને હાથે મરેલો ઋષિપુત્ર શ્રવણ * *** અને એનાં અંધ માબાપ એની નજર સામે આવ્યાં કરતાં હતાં, અને તેમ તેમ એને મને વિયેગ વધારે સાલતે હતે. અને, મધરાત વીત્યા બાદ “રામ, રામ”નું રટણ કરતા વૃદ્ધ રાજાએ પ્રાણ છોડ્યા. દશરથ ગયા પણ અન્તકાળે “રામ”નું રટણ કરવાને પાઠ, જાણે, ભારતવર્ષને શીખવતા ગયા. ૧૧. બિચારા કૌસલ્યા અને સુમિત્રાને પતિ-પુત્ર બનેને સાથે વિગ થયે. કૈકેયીને દશરથ રાણીઓની પર પ્રેમ હતું, પણ હજી એને રાજ્યપ્રાપ્તિ દશા માટે મેહ ઊતર્યો નહે; અને એ માટે ૧. શ્રવણની વાત વિદ્યાથીએ જાણી લેવી. ત્રણે Page #34 -------------------------------------------------------------------------- ________________ અયોધ્યાકાણુડ એની બુદ્ધિ અને શુભ ભાવનાઓને દાબી નાખી હતી, તેથી વૈધવ્ય પ્રાપ્ત થતાં તેને ઝાઝું દુઃખ થયું નહીં. ૧૨. દશરથના મરણ પછીની વ્યવસ્થા વસિષ્ઠને માથે આવી પડી. એણે તરત જ ભરતને તેડાવવા દૂત મેકલ્યા, પણ ધ્યાના કશી ખબર ન કહેવા એને સૂચના કરી; કારણ કે કેકેયીના પિતાના કુળમાં કન્યાવિક્યને રિવાજ હતું, અને તેથી આ સંધિ જોઈને એને પિતા દીકરીનું રાજ્ય પચાવવા હલ્લો કરે એ સંભવ હતે. ૧૩. ભરત અને શત્રુક્ત થોડા દિવસમાં અધ્યા આવી પહોંચ્યા. શહેરમાં સર્વત્ર શેકદર્શક ચિને જોઈ એમને અનેક પ્રકારની અમંગળ શંકાઓ ભરતનું થવા લાગી, પણ સારથિ તરફથી કશી ચક્કસ આગમન અને * બાતમી મળી નહીં. ભરત સીધો કેકેયીને હૈકેયીને પકે મંદિરે જઈ માતાને પગે પડ્યો, અને પિતાના કુશળ સમાચાર પૂછળ્યા. જાણે એક પારકા માણસને એના પિતાના મરણના સમાચાર સંભળાવી ધેય રાખવા દિલાસે આપતી હોય, તેમ કૈકેયીએ દશરથના ખબર આપ્યા. સાથે સાથે રામ, લક્ષ્મણ અને સીતાના વનવાસની હકીકત પણ કહી, અને ભરતને રાજા તરીકે સંબોધન કરી અભિનંદન આપવા લાગી. ૧૪. પણ કૈકેયીની ધારણા કરતાં ભરત જુદા જ પ્રકારને પુત્ર નીકળે. કૈકેયીનું દુશ્ચરિત સમજવામાં આવતાં જ એના સંતાપને પાર ન રહ્યો. એણે કૈકેયીને Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ રામ એના રાજ્યલાભ અને કઠોરતા માટે ખૂબ તિરસ્કાર કર્યાં, રાજ્ય સ્વીકારવાની એણે ચેખ્ખી ના પાડી. ૧૫. કૈકેયી પાસેથી એ લાગલા જ કૌસલ્યાને મળવા ગયા. કૈકેયીના અપરાધમાં એને હિસ્સો પણ હશે જ એમ માની લઈ કૌસલ્યાએ ભરતને કાર વચન કહ્યાં. ત્યારે તે મહાત્મા મેાટા સતાપ અને આવેશથી આવ્યે : “ માતા, જો હું નિષ્પાપ ન હા, જો મને આમાંની કાંઈ પણ ખબર હાય, જો મારી સંમતિથી રામ વનવાસ ગયા હોય, તે હું લેાકેાના ગુલામાના ગુલામ થા; તા મને સૂઈ ગયેલી ગાયને લાત માર્યા ખરાખર પાપ લાગેા; છઠ્ઠા ભાગથી અધિક કર લેતાં છતાં પ્રજાનું પાલન ન કરનારા રાજાને જે પાપ લાગે છે તે મને લાગેા.” આવા ભીષણ શપથ લઈ ભરત દુઃખથી જમીન પર પછડાઈ પડયો. ક્રોધરહિત થયેલી કૌસલ્યાએ મધુર વચને તેનું સાંત્વન કર્યું. ભરતના સતાપ ૧૬. બીજે દિવસે વિસષ્ઠે ભરતની પાસે દશરથની પ્રેતક્રિયા યથાવિધિ કરાવી. સર્વ પ્રજાગણે ભરતને મુકુટ ધારણ કરવા વિનંતિ કરી, પણ ભરતે દૃઢતાથી ઉત્તર આપ્યું : “ રામ શજ્યના અસ્વીકાર અમારા સર્વેમાં વડીલ છે; તે જ આપણા રાજા થશે. માતાએ પાપ કરી મેળવેલું રાજ્ય હું લેવાના નથી. હું હમણાં જ વનમાં જ મારા પ્રિય ખંધુને પાછા લાવીશ.” Page #36 -------------------------------------------------------------------------- ________________ લાવવા ? અયોધ્યાકાણુડ ૧૭. એણે તરત જ ચતુરંગ સેના સાથે રામને તેડવા જવાની તૈયારી કરવા માંડી. એની આ ઉદારતાથી સર્વે લોકોએ એને અતિશય ધન્યવાદ આપ્યા. મને પાછા આ સર્વ સૈન્ય, રાણીએ, મંત્રીઓ, પ્રજાજન તથા ગુરુ વસિષ્ઠ અને ભાઈ શત્રુદન સહિત ભરત ગંગા કિનારે આવી પહોંચ્યા. ત્યાં સુમંત્રે ભરતને જણાવ્યું: “આ જગાએ રામ અને લક્ષમણે વડને ચીક માથે લગાડી જટા બાંધી હતી અને વલ્કલ ધારણ કરી જમીન ઉપર સૂતા હતા.” આ સાંભળી ભરતે પણ તરત જ રાજદરબારી પિશાક કાઢી નાખી રામ પાછા અધ્યા આવે ત્યાં સુધી વનમાં રહેવાનું અને જટા તથા વલ્કલ ધારણ કરવાનું વ્રત લીધું. ૧૮, આટલા સમયમાં રામ પ્રયાગ પાસે ભરદ્વાજના આશ્રમ આગળ થઈ ચિત્રકૂટ પર્વત પર જઈ રહ્યા હતા. . ભરતને સસૈન્ય આવેલો જોઈ કદાચ એ * રામને સમૂળગે નાશ કરવા જતે હેય તેવી સર્વને શંકા થતી હતી, અને તેથી રામ ક્યાં રહ્યા છે તેની ભાળ આપવા કોઈ તૈયાર થયું નહીં. પણ વસિષ્ઠની સમજાવટથી સર્વને ભરતની બંધુભક્તિ વિષે ખાતરી થઈ અને એમને રામની ભાળ લાગી. ચિત્રકૂટ પર રામની પર્ણકટી દેખતાં જ ભસ્ત સૈન્યને ઊભું રાખી શત્રુની સાથે રામ ભણી નાના બાળકની જેમ પ્રેમથી દેડવા લાગ્યા. સૈન્યને દૂરથી જોઈને ભરત વૈરભાવથી આવતું હશે એમ લક્ષમણને શંકા થઈ અને એ ભરતને વધ કરવા તૈયાર Page #37 -------------------------------------------------------------------------- ________________ રામ થયે પણ રામે તેને વાર્યો અને કહ્યું: “ભલા માણસ, એક વાર ભરતને રાજ્ય આપવાની પ્રતિજ્ઞા કર્યા પછી તેને ઠાર મારવાથી શું લાભ થવાનું હતું ? ભરત વગર, લક્ષ્મણ વગર કે શત્રુન વગર જે કાંઈ મને સુખ કરનારી વસ્તુ હોય તે તત્કાળ અગ્નિમાં બળી જજે.” એને ભરતની નિષાપતામાં અને બંધુભક્તિમાં પૂર્ણ શ્રદ્ધા હતી. એની સાથે નિષ્ફર અને અપ્રિય ભાષણ ન કરવા લક્ષ્મણને ચેતવ્ય. ૧૯. ભરતે આવતાંવેંત જ રામનાં ચરણમાં માથું નાખ્યું, અને ડૂસકે ડૂસકે રડવા માંડ્યું. કેટલીક વારે શાંત ભારત અને થઈ છેવટે એણે અાધ્યાની સઘળી હકીકત ૨ . કહી. પિતાના મરણની વાત સાંભળી રામ, લક્ષમણ અને સીતાને ઘણે શેક થયે. શેકને વેગ શમ્યા પછી ભરતે રામને અયોધ્યા પાછા ફરવા વિનતિ કરી. એણે કહ્યું: “રાજાએ કૈકેયીને સાંત્વન કરવા માટે મને રાજ્યપદ આપ્યું તે હું પાછું આપને અર્પણ કરું છું, એટલે પાછા ફરવામાં આપની પ્રતિજ્ઞાને ભંગ થતું નથી.” પણ રામે કહ્યું: “પિતાનું વચન સત્ય કરવું એ જ પુત્રનું કર્તવ્ય છે. સર્વ વસ્તુ કરતાં સત્ય જ મને વધારે પ્રિય છે, કારણ કે સત્યની બરાબરી કઈ પણ ચીજ કરી શકે એમ નથી. રાજાએ તે તેમાં ખાસ કરી સત્ય હમેશાં પાળવું જોઈએ, કારણ રાજ્યની ઈમારત સત્યના પાયા પર રચાઈ છે. જે રીતે રાજા ચાલે છે તે જ રીતે પ્રો ચાલશે. રાજા જે સત્યને ત્યાગ કરે તે પ્રજા સત્યને Page #38 -------------------------------------------------------------------------- ________________ અરણ્યકાણહ માગે શી રીતે ચાલે? સત્ય એ જ સર્વ ધર્મનું મૂળ છે, માટે લેભ કિવા મહિને વશ થઈ હું સત્યરૂપી સેતુને છેડનાર નથી.” ૨૦. બેમાંથી કેની ઉદારતાનાં વધારે વખાણ કરવાં એ ઠરાવવું મુશ્કેલ હતું. પ્રજાજને અને ઉપર ફિદા થઈ ધન્ય ધન્ય”ના પિોકારે કરી રહ્યા હતા. છેવટે એમ ઠર્યું કે ભરતે રામની પાદુકા રાજ્યાસન પર મૂકી રામને નામે રાજ્ય ચલાવવું. ભરતે સાથે સાથે કહી દીધું કે જે ચૌદ વરસ પૂરાં થતાં જ તમે નહીં આવે તે હું ચિતાપ્રવેશ કરીશ. એણે પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે વનવાસીને વેશે રાજકારભાર ચલાવવા માંડ્યો. અરણ્યકાર્ડ વનમાં પ્રવેશ કર્યા પછી રામ જુદા જુદા આશ્રમે જેતા જોતા દક્ષિણ તરફ ચાલતા હતા. તેવામાં એક દિવસ વિરાધને નાશ છેએમને કેઈક જંગલમાં વિરોધ નામે એક પ્રચંડ રાક્ષસ મળે. એણે રામ વગેરે ઉપર હલ્લો કર્યો. રામ અને લક્ષમણને એણે એક એક હાથમાં ઉપાડી લીધા. બાણે તે એની જાડી ચામડીમાં પિસી જ શકતાં નહીં, પણ રામ અને લક્ષમણે તલવાર વતી જે હાથે એણે એમને ઉપાડ્યા હતા તે કાપી નાખ્યા. પછી તેને એક ખાડામાં દાટી દીધે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ રામ ૨. ત્યાંથી તેઓ દંડકારણ્ય તરફ ગયાં. ત્યાંના મુનિઓએ રામ અને લક્ષ્મણને પોતાની પાસે જ રહી એમનું કારશ્ય રક્ષણ કરવા વિનંતિ કરી. દંડકારણયમાં તે વખતમાં રાક્ષસની ઘણી જ વસ્તી હતી. ચિત્રકૂટથી માંડીને પપ્પા સરેવર સુધી માણસનું માંસ ખાનારા રાક્ષસે તાપસેને ત્રાસ આપી રહ્યા હતા. રામે જુદા જુદા આશ્રમમાં જઈ ચાર છ મહિના કે વર્ષ સુધી ત્યાં ત્યાં રહીને રાક્ષસેને ઉપદ્રવ ઓછો કર્યો. આ રીતે વનવાસનાં દશ વર્ષ વીતી ગયાં. ૩. ત્યાર પછી રામ દક્ષિણમાં અગત્ય મુનિના આશ્રમમાં ગયા. અગત્યે ત્રણે જણાને સારી રીતે સત્કાર કર્યો અને રામને એક મોટું વૈષ્ણવી ધનુષ્ય, - એક અમેઘ બાણુ, અખૂટ બાણથી ભરેલા બે ભાથા અને સેનાના મ્યાનમાં મૂકેલી એક તલવાર ભેટ કર્યા અને એમને પંચવટીમાં રહેવાની સલાહ આપી. ૪. પંચવટી જતાં રસ્તામાં એમને જટાયુ ના ગીધ સાથે મૈત્રી થઈ. તેને સાથે લઈ ગોદાવરીને કાંઠે તેઓ આવી પહોંચ્યાં. ત્યાં લક્ષ્મણે એક સુંદર પર્ણકૂટી જટાયુ * બનાવી. લક્ષ્મણની મહેનતથી પ્રસન્ન થઈ રામ તેને ભેટી પડ્યા અને બેલ્યા: “તારા આશ્રમ માટે આલિંગન સિવાય બીજું કાંઈ આપવાને મારી પાસે નથી.” એ પર્ણકૂટીમાં ત્રણે જણ રહેતાં, અને જટાયુ ઝાડ ઉપર બેસી તેમને રોકીપહેરે કરતે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અરણ્યકાRs ૫. એક દિવસ શિયાળામાં રામ, લક્ષ્મણ અને સીતા નદીમાં સ્નાન કરી પાછાં ફરતાં હતાં, તેટલામાં શૂપ ણખા નામે એક રાક્ષસી ત્યાં આવી ચઢી. એ પશુખા લંકાના રાજા રાવણની બહેન થતી હતી અને દંડકારણ્યમાં ખર અને દુષણ નામે પેાતાના સગા ભાઈ એ સાથે રહેતી હતી. રામને જોઈ એ એના ઉપર માહુ પામી અને એની સાથે લગ્ન કરવાની માગણી કરી. રામ-લક્ષ્મણે પહેલાં તો એની વાતને હસી કાઢવા માંડી, પશુ પછી તે એનું અતિશય જંગલીપણું જોઈને એમને એના ઉપર તિરસ્કાર આવ્યા, અને તેથી રામની પ્રેરણાથી લક્ષ્મણે એનાં નાકકાન કાપી નાખ્યાં. શૂભુખા ચીસ પાડતી અને રડતી ખરની પાસે જઈ પહોંચી. રામ, લક્ષ્મણ અને સીતાને ઠાર મારી, તેમનું લેાહી શૂર્પણખાને પિવડાવવાની ખરે ચૌદ બળવાન રાક્ષસોને આજ્ઞા કરી. રાક્ષસો સહિત શૂપણખા પાછી રામના આશ્રમ પાસે ગઈ. તેમને આવતાં જોતાં જ રામે લક્ષ્મણ અને સીતાને પણ ફ્રૂટીમાં મોકલી દીધાં, અને રાક્ષસો હલ્લા કરે તે પૂર્વે જ તેમના ઉપર ખાણ છોડી તેમનેા નાશ કર્યાં. શૂપણખા પાછી ખર પાસે નાઠી. હવે ખર, સેનાપતિ દુષણ અને રાક્ષસોનું સૈન્ય લઈ પંચવટી પર હુમલા લઈ ગયા. કાંઈક રમખાણુ જાગવાનું જ એમ ખાતરી હોવાથી રામે પ્રથમથી જ સીતાને ડુંગરે માં માકલી દીધાં હતાં અને પાતે લડવા માટે સજ્જ થઈ રહ્યા હતા. ૧. પણુખા એટલે સૂપડા જેવા નખવાળી. એ રાવણુની મસિયાઈ બહેન હોય એમ લાગે છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ રામ એક તરફ એકલા રામ અને બીજી તરફ રાક્ષસોનો ભયંકર સંગ્રામ શરૂ થયું. આખરે રામે તે સને નાશ કરી જય મેળવ્યું. ૬. એક જ પુરુષને હાથે પિતાના ભાઈ અને આટલા બધા રાક્ષસને સંહાર થયેલો જોઈ શૂર્પણખા લંકામાં રાવણ પાસે દેડી. રાવણ તે વખતે સૌથી બળવાન વણ રાજા હતો. એને રાજ્યભ ત્રણે લેકમાં સમાતે નહેતે. વળી, એ જાતે બ્રાહ્મણ હેવાથી વિદ્વાન અને શાસ્ત્રજ્ઞ હતો. સર્વ પ્રકારની મંત્રવિદ્યા અને નિશાનવિદ્યામાં તે કુશળ હતું. રાજ્યપદ્ધતિ રચવામાં નિપુણ હતે. એનું રાજ્ય માત્ર લંકામાં જ નહીં, પણ ભરતખંડના ઘણા ભાગમાં હતું અને ત્યાં એનું લશ્કર પડયું રહેતું. એના રાજ્યમાં દશે દિશામાં શું થાય છે તેની એને ઝીણામાં ઝીણી ખબર પડતી; અને તેથી એ દશાનન એટલે દશે દિશાએ મુખવાળે કહેવાતે. એનું રાજ્ય પ્રજાને ત્રાસરૂપ, પૃથ્વીને ભારરૂપ હતું. એ અત્યંત મદાંધ અને કામી હતું, હજારે સ્ત્રીઓને એણે પિતાને ત્યાં પૂરી રાખી હતી. તપસ્વીઓ અને બ્રાહ્મણ પાસેથી પણ એ કર લેતે. એના બળનું એને એટલું અભિમાન હતું કે પિશાચ, રાક્ષસ, દેવ કે દૈત્ય કેઈને હાથે પણ મરવાની એને બીક નહોતી લાગતી. માણસજાતને તે એ ગણકારે જ શાનો? શૂર્પણખાએ એની આગળ જઈ લક્ષ્મણે કરેલાં અપમાનની અને રામનાં પરાક્રમની વાત કહી. પણ એ અપમાન અને યુદ્ધનું ખરું કારણ ન જણાવતાં રાવણને એવું સમજાવ્યું કે, “રામની Page #42 -------------------------------------------------------------------------- ________________ અરણ્યકાહ સુંદર સ્ત્રી સીતાને તારે માટે હું હરણ કરી લાવતી હતી, તેથી મને આ ખમવું પડ્યું.” ૭. રાવણે શૂર્પણખાને દિલાસે આગે અને સીતાને ગમે તે રીતે હરી લાવી રામ ઉપર વેર વાળવાને નિશ્ચય 4કર્યો. વાત એવી રીતે લખાયેલી છે કે * મારીચ નામને એક અસુર તપ કરતે હતે તેને રાવણ મળ્યો અને તેને એક સુવર્ણ મૃગ બની સીતાને લલચાવવા રાવણે સમજાવ્યું. મારી આ દુષ્ટ કૃત્યમાંથી રાવણને વારવા પ્રયત્ન કર્યો, પણ એણે માન્યું નહીં અને ઊલટે મારીને મારવા તૈયાર થયે. તેથી અંતે ગભરાઈ મારીચ રાવણની ઇચ્છા પ્રમાણે વર્તવા તૈયાર થયે. રંગબેરંગી સુવર્ણ મૃગનું રૂપ ધારણ કરી, તે સીતાની દૃષ્ટિ પડે તેમ ઝાડનાં કુમળાં પાન ખાતે ખાતે રામના આશ્રમ પાસે ફરવા લાગે. ફૂલ વીણતાં સીતાએ એને જીવતે અથવા મારીને પણ લાવવા આગ્રહ કર્યો. પત્નીને ખુશ કરવા, રામ તરત ભાઈને સીતાને સંભાળવાનું કહી હરણની પાછળ દેડક્યા. મારીચ દેડતે દેડતે રામને દૂર સુધી ખેંચી ગયું અને છેવટે નાસવાને લાગ શોધવા લાગે. જીવતે હાથમાં આવી નહીં શકે એમ જોઈ રામે એના ઉપર બાણ મારી વીં. મરતાં મરતાં એણે પિતાનું અસલી સ્વરૂપ ધારણ કર્યું, અને રાવણ જોડે કરી રાખેલા સંકેત પ્રમાણે રામના જે જ સાદ કાઢી, “હે સીતા! ૧. અસુરે ઈચ્છા પ્રમાણે માયાવી રૂપ ધારણ કરી શકે છે, પણ મરતી વખતે મૂળ રૂપમાં જ ફેરવાઈ જાય છે, એવી માન્યતા છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ રામ હે લમણ!” એમ ચીસ પાડી. મૃગને ઠેકાણે અસુરને પડે જોઈ આ કાંઈક આસુરી દગે છે એમ મને લાગ્યું અને સીતાની સહીસલામતી વિષે ચિંતાતુર થયા. પણ ધૈર્ય રાખી એક બીજું મૃગ મારી રામ ઝડપથી જનસ્થાન તરફ પાછા ફર્યા. ૮. આ તરફ સીતાએ મારીચની મરતી વેળાની ચીસ સાંભળી અને લક્ષમણને રામની વહારે ધાવા કહ્યું. રામની આજ્ઞા વિના જો તે સીતાને છેડીને જાય તે રામ નારાજ થાય, તેથી લક્ષ્મણે સીતાને ધીરજ રાખવા કહ્યું. પણ એક બાજુ જ વિચાર કરવાવાળી અને ઉતાવળા સ્વભાવની સીતાને આથી ક્રોધ ચડ્યો; અને એણે લક્ષ્મણ ઉપર અઘટિત શંકા લાવી ન છાજે એવા શબ્દ સંભળાવ્યા. આથી આતિશય દુઃખિત થઈ લક્ષ્મણને ધનુષ્યબાણ લઈ રામની પાછળ જવું પડ્યું. ૯. લક્ષમણ ગયા પછી થોડી વારમાં જ સંન્યાસીનું રૂપ ધારણ કરી રાવણ પર્ણકૂટી આગળ આવી પહોંચ્યું. સીતાહરણ _ સીતાએ સાધુ જાણે એને સત્કાર કર્યો, અને * પિતાનાં કુળગોત્ર વગેરે જણાવ્યાં. રાવણે પણ પિતાની ઓળખાણ આપી, અને પિતાનાં રાજ્ય, સંપત્તિ, પરાક્રમ વગેરેનું વર્ણન કર્યું. પછી એ સીતાને પોતાની પટરાણ કરવાની લાલચ આપવા લાગ્યું. સાધુવેશમાં અસુરને જોઈ સીતાએ એને ખૂબ ક્રોધથી તિરસ્કાર કર્યો, આથી રાવણે પિતાનું આસુરી સ્વરૂપે પ્રગટ કર્યું. અને એક હાથે તેને એટલે પકડી અને બીજે હાથે ઊંચકી Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૭ અરણ્યકાહ લઈ પિતાના મોટા ખચ્ચરના રથમાં બેસાડી તે ચાલતે થયે. સીતાએ રામ અને લક્ષ્મણને ખૂબ બૂમ પાડી, પણ રામ-લક્ષ્મણને તે સંભળાઈ નહીં. આશ્રમથી થોડે દૂર એક વૃક્ષ પર વૃદ્ધ જટાયુ લંગડે પગે બેઠો હતો, તે સીતાની દૃષ્ટિએ પડ્યો. સીતાએ તેને બૂમ પાડી. ઘરડે છતાં એ રામને શેર મિત્ર સીતાની મદદે ઊ. એણે પિતાની ચાંચથી રાવણનાં ખચ્ચરો મારી નાખ્યાં અને રથના કૂરચે કૂચા ઉડાવી દીધા. રાવણના હાથ પણ એણે ચાંચ મારી ઘાયલ કર્યા, એટલે રાવણે સીતાને જમીન પર મૂકી એની સાથે લડવા માંડ્યું. જટાયુએ પિતાનું સર્વ બળ રાવણ ઉપર અજમાવ્યું પણ એક બાપડા વૃદ્ધ પક્ષીનું અસુર આગળ કેટલું ચાલે ? છેવટે દુષ્ટ રાવણે તલવારથી એની પાંખે કાપી નાખી. આથી એ નિર્બળ થઈ જમીન પર પડી ગયે. આ રીતે અબળાના રક્ષણ પિતાને પ્રાણ અર્પણ કરી, આ પક્ષીરાજે પિતાનું જીવતર ધન્ય કર્યું. ૧૦. રામાયણમાં વાનર નામની એક જાતિનું વર્ણન આવે છે. એ પ્રાણુઓ દેખાવમાં કાંઈક માણસને અને = કાંઈક વાંદરાને મળતાં હતાં. વાંદરાની માફક * એમને ડિલે લાંબા કેશ અને પુરછ હતાં. તેઓ ફળ, મૂળ અને કન્ડ ઉપર રહેતાં, અને ભાગ્યે જ વસ્ત્રને ઉપગ કરતાં. પણ એમનામાં માણસને મળતી રાજ્યવ્યવસ્થા હતી, અને એમની વાણીની શક્તિ અને બુદ્ધિને વિકાસ માણસને જે જ હતું. સદાચાર, નીતિ, શીલ, વાન Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૦ રામ પ્રામાણિકતા, શોય વગેરે આખતા જોઈ એ તે વાનરીની માણસાઈ નર નામે ઓળખાતાં પ્રાણીઓ કરતાં ઊતરતી જણાતી નથી. વાલી નામે એક વાનર એ સર્વે જાતિને રાજા હતા. એણે પેાતાના ભાઈ સુગ્રીવને દેશનિકાલ કરી એની સ્ત્રી તારાને રાણી બનાવી હતી. ભાઈના ભયથી સુગ્રીવ, હનુમાન અને બીજા ત્રણ વાનરો સાથે ઋષ્યમૂક પર્વતમાં સંતાતા ફરતા હતા. હનુમાન એ સુગ્રીવનેા પરમ મિત્ર અને મંત્રી હતા. વાનરીમાં એ સથી બળવાન, બુદ્ધિવાન અને ચારિત્રવાન હતા. એ આજન્મ બ્રહ્મચારી હતા. ૧૧. જટાયુને મારી રાવણુ વળી સીતાને લઈ ને લંકા તરફ દોડવા લાગ્યા. ઋષ્યમૂક પર્વતના શિખર પરથી પસાર થતાં સીતાએ સુગ્રીવ વગેરે પાંચ વાનીને બેઠેલા જોયા. એ લાકે પેાતાની હકીકત રામને કહેશે એ આશાથી સીતાએ પાતાના વસ્ત્રના છેડા કાડી તેમાં થાડા અલંકાર બાંધી તે વાનરા તરફ ફેકયા. ૧૨. નદી અને પતા એળગી, સમુદ્રને પાર કરી, રાવણુ ઝપાટાબંધ લંકામાં આવી પહાંચ્યા. પછી તે સીતાને પેાતાની સર્વ સંપત્તિ ખતાવી પટરાણી થવા લલચાવવા લાગ્યા. પણ રામ જેવા સિંહની પત્ની તે એક ચારને ગણકારે? એણે કઠોર શબ્દોથી રાવણને તિરસ્કાર કર્યાં. તેથી રાવણે એને એક વર્ષની મહેતલ આપી, અને તેટલા વખતમાં ન સમજી જાય તા એના ટુકડા કરી ખાઈ જવાની ધમકી આપી. અશાક નામે એક વનમાં રાક્ષસીઓના સખત ચોકીપહેરામાં એને રાખવામાં આવી. રામમાં પૃ ભક્તિવાળી Page #46 -------------------------------------------------------------------------- ________________ કિષ્કિન્ધાકાત અને એનાં પરાક્રમ તથા શૌયમાં શ્રદ્ધાવાળી સીતાએ ધીરજથી આ દુઃખના દિવસો કાઢવા હિંમત ખાંધી. કિષ્કિન્ધાકાણ્ડ રામને શોક આ તરફ રામ અને લક્ષ્મણુ પાછા ફર્યાં ત્યારે સીતાને ન જોઈ અતિશય ગભરાયા. રામને શાક તા કેમે કર્યો માય નહીં. સીતા, સીતા ” કરતા એ ગાંડા જેવા થઈ ગયા. ઝાડ, પાન, પશુ, પક્ષી સર્વેને સીતાના સમાચાર પૃષ્ટવા લાગ્યા. લક્ષ્મણે રામને ધીરજ રાખવા અને સીતાની શેાધ માટે પ્રયત્ન કરવા સલાહ આપી. બન્ને જણા આશ્રમ છેડી સીતાને ખાળવા નીકળી પડચા. રસ્તામાં ઘાયલ થઈ પડેલા જટાયુ મળ્યા. તેણે સીતાનું હરણ કરનાર રાવણ છે એમ આતમી આપી. ઘેાડી વારમાં જ ઘાની વેદનાથી એ ગતપ્રાણ થયા. આવા દુઃખમાં ખરા મદદગાર મિત્રના મરણથી મને ભાઈ આને ઘણા શેક થયા. એમણે એની યાગ્ય પ્રેતયિા કરી, અને પછી દક્ષિણ દિશા તરફ્ ચાલવા માંડ્યુ. જતાં જતાં રસ્તામાં તેઓ કન્ય નામે એક રાક્ષસના હાથમાં સપડાયા, પણ આખરે એને નાશ કરી સહીસલામત આગળ વધ્યા. કમન્યે પણ મરતાં પહેલાં રાવણુ વિષે વિશેષ માહિતી આપીને રામ ઉપર ઉપકાર કર્યાં. ૨. આગળ ચાલતાં ચાલતાં તેઓ પમ્પા સાવર પાસે મતંગ ઋષિના આશ્રમ આગળ આવી પહોંચ્યા. ત્યાં 6 ૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ રામ શબરી' નામે એક ભીલ તપસ્વિનીએ રામ-લક્ષ્મણને સારી રીતે આદરસત્કાર કર્યો. ૩. કાવ્યમૂક પર્વત ઉપરથી સુગ્રીવ વગેરેએ રામ અને લક્ષ્મણને પિતાની તરફ આવતા જોયા. એ મિત્રપક્ષના A છે કે વાલીના પક્ષના છે તેની તપાસ કરવા વાનરે સાથે છે મૈત્રી સુગ્રીવે હનુમાનને રામ-લક્ષ્મણ પાસે મોકલ્યા. લક્ષમણે હનુમાનને પિતાની સવે હકીકત કહી અને સુગ્રીવની મદદ માટે વિનતિ કરી. રામ અને લક્ષ્મણને જોયા ત્યારથી જ હનુમાનને રામના ઉપર અત્યંત ભક્તિ પ્રગટી. એણે રામની સેવામાં આયુષ્ય ગાળવું એ જીવનને એક મહાન લહાવે લેવા સમાન માન્યું. બન્ને ભાઈઓને ઊંચકીને તે તેમને સુગ્રીવ પાસે લઈ ગયે. રામ અને સુગ્રીવે એકબીજાના હાથ ઝાલી મિત્રતા દર્શાવી, અને પછી હનુમાને પ્રગટાવેલા અગ્નિની પ્રદક્ષિણા કરી બન્નેએ એકબીજાને વફાદાર રહેવાની અને મદદ કરવાની પ્રતિજ્ઞા કરી. ત્યાર પછી સીતાએ નાખેલા જે અલંકારે પિતાના હાથમાં આવ્યા હતા તે સુગ્રીવે બે ભાઈઓને બતાવ્યા. ૧. વન અને પંક્તિના ભેદ હિંદુસ્તાનમાં દઢ થયા પછી વૈષ્ણવ આચાર્યોએ તે તેડવા માટે આડકતરા પ્રયત્ન કર્યા. એ કાળના સાહિત્ય પ્રેમધર્મની સર્વોપરિતા બતાવવા માટે રામને શબરીનાં એઠાં બોર ખવડાવ્યાં છે. રામચરિત્ર કેવળ ગેય છે, અનુકરણય નથી એવી માન્યતા ફેલાયાથી, કમભાગ્યે, વૈષ્ણવ આચાર્યોના આ પ્રયત્ન વ્યવહારમાં બહુ સફળ થયા નહીં. ઊલટું સામાન્ય વૈષ્ણવે સામાન્ય સ્માર્ત કરતાંયે પંક્તિભેદની અતિશયતા વધારી મૂકી. Page #48 -------------------------------------------------------------------------- ________________ કિષ્કિન્ધાકાહ રામે એ ઓળખી લીધા, પણ વિશેષ ખાતરી કરવા લક્ષ્મણને પૂછયું. લક્ષ્મણે કહ્યું: “હું આ કહું કે કુંડળ ઓળખી શકતો નથી; ક્ત આ પગનાં નૂપુર મારાં જાણીતાં છે, કારણ કે રેજ હું સીતાને પગે પડતે ત્યારે તે મારી દૃષ્ટિએ પડતાં.” ૪. સુગ્રીવની મદદ રામને મળે તે પહેલાં સુગ્રીવને વાલીનું કંટક દૂર થવું જોઈએ; તેથી રામે વાલીને મારવાની પ્રતિજ્ઞા કરી. પણ એ પ્રતિજ્ઞાથી સુગ્રીવને રામની ખાતરી થઈ નહીં. એને વાલીના બળની બહુ ધાસ્તી હતી. એણે રામને વાલીનું બળ વર્ણવી બતાવ્યું અને પૂરતે વિચાર કરીને પ્રતિજ્ઞા લેવા કહ્યું. રામે એની ખાતરી કરાવવા માટે હાડકાંના એક મેટા ઢગલાને પગના અંગૂઠાના હડસેલાથી દૂર ઉડાડી મૂક્યો. આથી પણ સુગ્રીવને ખાતરી થઈ નહીં. એટલે રામે એક જ બાણથી શાલનાં વૃક્ષેને ઉડાડી મૂક્યાં. આથી સુગ્રીવને રામના બળની ખાતરી થઈ. ૫. પછી સર્વે મળી વાલી જ્યાં રહેતા હતા તે કિષ્કિન્ધા તરફ ચાલ્યા. સુગ્રીવે વાલીને યુદ્ધ કરવા પિકાર A કર્યો. વાલી તરત જ બહાર આવ્યું. ગામ * બહાર ચોગાનમાં બન્ને ભાઈઓનું યુદ્ધ શરૂ યુદ્ધ થયું. રામ એક વૃક્ષ પાછળ રહી દૂરથી આ યુદ્ધ જોયા કરતા હતા. સુગ્રીવ યુદ્ધમાં હારવા લાગ્યું, પણ બને ભાઈએ રૂપમાં સરખા હેવાથી, એ સુગ્રીવ છે કે વાલી, તે રામ વરતી શક્યા નહીં; તેથી રખેને સુગ્રીવ માર્યો જાય વાલી સાથે Page #49 -------------------------------------------------------------------------- ________________ રામ એ બીકથી રામે બાણ મૂકયું નહીં. આથી સુગ્રીવને પાછા નાસી આવવું પડ્યું. પછી ઓળખાણ માટે પીળાં ફૂલની માળા ઘાલી સુગ્રીવ પાછે યુદ્ધ કરવા ગયે. રામ, લક્ષ્મણ, હનુમાન વગેરે ઝાડની પાછળ સંતાઈ બે ભાઈઓની કુસ્તી જેવા લાગ્યા. સુગ્રીવ વળી હારવા લાગે ત્યારે રામે વાલી પર બાણ છેડી એને જમીન પર પાડો. એ પડ્યો પણ મર્યો નહીં. રામ અને લક્ષ્મણ એની પાસે ગયા. વાલીએ ઠપકે વાટી, તે આપી કહ્યું: “હે રામ, તમે સત્યાચારી * પરાક્રમી, ધર્મશીલ, તેજસ્વી અને સન્માગે જનારા કહેવડાવે છે, છતાં હું બીજા સાથે યુદ્ધ કરવામાં રેકાયેલું હતું તેવામાં એક બાજુ ભરાઈ જઈ તમે મને બાણ માર્યું એ વાત ન્યાશ્ય છે? મેં તમારા રાજ્ય કિંવા નગરમાં આવી તમારે કોઈ પણ અપરાધ કર્યો નથી. પાછળથી ભરાઈ રહીને શસ્ત્રપ્રહાર કરે, કિંવા પિતાની સાથે યુદ્ધ ન કરનારને મારે, એવું અધર્મકૃત્ય કરી તમે સજ્જનેમાં શું મેટું બતાવશે? હશે. જે થયું તે થયું. મારી પાછળ સુગ્રીવને ગાદીએ બેસાડજો. તમારું આ કર્મ નિંદ્ય છે, તથાપિ મારી પાછળ સુગ્રીવને ગાદી મળે એ વાજબી છે.” ૬. આ ઠપકાના ઉત્તરમાં રામે કહ્યું: “ધર્માચરણ કાયમ રાખવા હું પૃથ્વી ઉપર ફરું છું. હાલ તું કેવળ રામને ઉત્તર કામાન્ધ થઈ ધર્માચરણને ત્યાગ કરી નિંદ્ય " કર્મ કરતો હતો. બાપ, ૪ બધુ અને ગુરુ એ ત્રણે પિતાને ઠેકાણે છે; અને પુત્ર, નાનો ભાઈ અને શિષ્ય એ ત્રણ પુત્રસ્થાને છે. તેં સજ્જનનો ધર્મ છેડી Page #50 -------------------------------------------------------------------------- ________________ કિષ્કિન્ધાકાણ પુત્રવધૂ સમાન સુગ્રીવની સ્ત્રી સાથે અધમ કર્યો છે. તેને માટે તને મૃત્યુ સિવાય બીજી શિક્ષા એગ્ય નથી. તને છુપાઈને મારવાનું કારણ એ જ કે તું વનચર પ્રાણું છે, અને મૃગયાના નિયમ પ્રમાણે ધર્મિષ્ઠ રાજાઓ પણ પ્રાણીઓને સંતાઈ રહીને, અથવા કપટથી ફસાવીને પણ મારે છે, માટે તેમ કરવામાં મેં કશે અધર્મ કર્યો નથી.” ઉત્તરની ૭. વાલી અને સુગ્રીવ જેવા બુદ્ધિયુક્ત પ્રાણીને વનચર પશુઓની હારમાં ગણવા એ આજના જમાનામાં આપણે ગળે ઊતરે એવી વાત નથી. વળી યોગ્યાયોગ્યતા એક બાજુથી વાનરેને વનચર ગણું, શિકારના નિયમને આધાર લેવા અને બીજી બાજુથી એમનાં સ્ત્રી-પુરુષના સંબંધને સંસ્કારી મનુષ્યસમાજના નિયમો લાગુ પડી તેની ધર્માધમ્યતા તપાસવી, એ પણ યેય લાગતું નથી. પણ જે વખતે રામાયણ રચાયું તે વખતના વિચાર મનુષ્યની આવી જાતિ વિષે જે કલ્પના હોય તે ઉપરથી જ આપણે રામના આ કમની ન્યાયાન્યાયવાનો વિચાર કરી શકીએ. એમ તે જણાય છે જ કે વાલમીકિને રામનું આ કૃત્ય એટલું મૃગયા જેવું ન લાગ્યું કે એ ઉપર શંકા જ ન ઉઠાવ; પણ એકંદરે જોતાં એને એ અગ્ય પણ ન લાગ્યું તેથી એણે એને બચાવ પણ કર્યો. વાલ્મીકિને પણ તે દિવસે શંકા ઊઠી, એ ઉપરથી આજે એવા બચાવ ભૂલો જ ગણાય એમ ચિખી સૂચના મળે છે. રા-૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ રામ ૮. વાલી વીરને છાજે એવી રીતે મૃત્યુને શરણ થયે. મરતાં પહેલાં એણે સુગ્રીવના ગળામાં પિતાની માળા ઘાલી, વાલીનું મૃત્યુ છે અને પિતાના પુત્ર અંગદની સંભાળ લેવા * જણાવ્યું. રામે અંગદને યુવરાજપદે સ્થાપવા સુગ્રીવને આજ્ઞા કરી. વાલી વીર પુરુષ હતા. એના મરણથી રામ-લક્ષમણને પણ દુખ થયું. સુગ્રીવ અને બીજા વારે એ પણ શેક કર્યો. ૯. વાલીની ઉત્તરકિયા થયા પછી કપિઓએ સુગ્રીવ અને અંગદને, રાજા અને યુવરાજ તરીકે અભિષેક કર્યો. , કેટલાક દિવસ આનંદમાં ચાલ્યા ગયા. સુગ્રીવને 50 એટલામાં ચોમાસું આવી લાગવાથી રામધમકી લક્ષ્મણ એક ગુફામાં રહેવા લાગ્યા. ચોમાસું પણ પૂરું થયું, પણ સુગ્રીવ તે ભેગવિલાસમાં પડી ગયે હતો. એ રામને મદદ કરવા માટે લીધેલી પ્રતિજ્ઞા લી ગયે. રામ-લક્ષ્મણ આથી ચિંતા કરવા લાગ્યા. એમને સુગ્રીવ ઉપર તિરસકાર છો. છેવટે, એક દિવસે આકળા સ્વભાવને લક્ષ્મણ ઊડ્યો, અને સીધે સુગ્રીવના દરબારમાં પહોંચે. એણે સુગ્રીવને ધમકાવીને કહ્યું: “તારી પ્રતિજ્ઞા પૂરી કર; નહીં તે યાદ રાખજે કે વાલી મરણ પામી જે માગે ગયે છે, તે માર્ગ હજુ બંધ થયે નથી.” ૧૦, સુગ્રીવની આંખે આ ધમકીથી ઊઘડી ગઈ એણે તરત જ ચારે દિશામાં દૂત મોકલી સર્વ વાનરદળને એકઠું થવા આજ્ઞા કાઢી. હિમાલય અને વાનરની વિંધ્યાચળના દૂરના પર્વતમાંથી કરેડેની ૨વાની સંખ્યામાં વાનરે ચાલી આવ્યા. કાળા મુખના, Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૫ કિષ્કિન્ધાકાહ લાલ મુખના, ભૂરા, એવા સર્વે જાતના કપિઓ દક્ષિણમાં ભેગા થવા લાગ્યા. રીંછને મળતી જાતિઓનું પણ કેટલુંક સૈન્ય ભેગું થયું. રસુગ્રીવે મુખ્ય મુખ્ય વાનરેને સીતાની બારીકીથી શેધ કરવા માટે ચારે દિશામાં રવાના કર્યા. સને એક મહિનામાં બાતમી લાવવા અને નહીં તે દેહાન્ત દંડ માટે તૈયાર રહેવા ધમકી આપી. ઘણુંખરું સીતા લંકામાં હશે એવી ધારણા હેવાથી એણે હનુમાન, અંગદ વગેરે બળવાન વાનરેને તથા જાબુવાન વગેરે રીંછને એ દિશામાં મોકલ્યા. સીતા મળે તે એને ઓળખાણ આપવા રમે પિતાની વીંટી હનુમાનને આપી. ૧૧. અનેક પરાક્રમ કરતા કરતા વાનરે અમેશ્વર આગળ આવી પહોંચ્યા. સમુદ્ર ઓળંગી સામે જવાનું હતું. આટલે વિશાળ પટ કેનાથી ગાશે, એ વિષે સર્વ વિચારમાં પડ્યા. છેવટે જાંબુવાનની સલાહથી એ કામ હનુમાનના ઉપર આવ્યું. Page #53 -------------------------------------------------------------------------- ________________ સીતાની સુન્દરકાર્ડ ભારે સાહસ ખેડતે હનુમાન દરિયે ઓળંગી લંકામાં જઈ પહોંચ્યો. રાવણની જ્યધાનીમાં જઈ એણે ઠેકાણે A B ઠેકાણે સીતાની શેધ કરી. એ રાવણનું અન્તઃ પુર પણ શોધી વળે, પરંતુ કેઈ પણ ઠેકાણે સીતાને પત્તો લાગ્યું નહીં. છેવટે તે અશકવનમાં આવી ચડ્યો. ત્યાં ભયંકર રાક્ષસીઓથી રક્ષિત એક મકાનમાં એણે સીતાને જોઈ. એની સ્થિતિ દયામણ હતી. એણે એક પીળું મલિન વસ્ત્ર પહેર્યું હતું; ઉપવાસથી એનાં ગાત્રો કૃષ થઈ ગયાં હતાં; એના હૃદયમાંથી વારંવાર નિસાસા નીકળતા હતા; એના શરીર ઉપર સૌભાગ્યને એક પણ અલંકાર ન હતે; એના કેશ છટા અને અવ્યવસ્થિતપણે લટકતા હતા; વાઘણના ટોળામાં બેઠેલી હરિણીના જેવી તે ત્રાસ પામેલી જણાતી હતી; ખુલ્લી જમીન ઉપર ઉદાસ ચહેરે તે બેઠેલી હતી. સાથ્વીની આવી દશા જોઈ વીર છતાં દયાળુ હનુમાનની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં. - ૨. પણ તરત ઉઘાડા પડવાનો અવસર નથી એમ વિચારી તે એક વૃક્ષ પર સંતાઈ શું થાય છે તે જેતે આ બેઠે. એટલામાં રાવણ ત્યાં આવી પહોંચે. હનુમાનનો આ તે વળી સીતાને લલચાવવા અને ધમકાવવા લાગે. સીતાએ એને ધર્મમાગે ચાલવા ઘણી રીતે બંધ આયે, પણ એ તે ઊલટો ક્રોધ કરી રાક્ષસીએને સીતા ઉપર ખૂબ સખતાઈ ગુજારવા હુકમ આપી Page #54 -------------------------------------------------------------------------- ________________ સુન્દરકાર્ડ ૩૭ ચાલ્યા ગયે. રાક્ષસીએ પણ સીતાને ત્રાસ આપવામાં બાકી રાખે એવી નહતી, પણ એક ત્રિજટા નામે રાક્ષસીમાં કાંઈક માણસાઈ હતી. એ સીતાના દુઃખમાં સમભાવ ધરાવતી, એટલું જ નહીં પણ બીજી રાક્ષસીઓને પણ જુલમ કરતાં વાસ્તી. કેટલાયે મહિના થયા છતાં રામ તરફના કશા સમાચાર ન આવવાથી સીતા હવે નિરાશ થઈ ગઈ અને રાવણ જોડેના આજના બનાવ પછી એ આત્મહત્યા કરવાનો વિચાર કરવા લાગી. આથી મારુતિને લાગ્યું કે સીતાના ચરણમાં પડવાને આ જ અનુકૂળ પ્રસંગ છે. પણ ઓચિંતા સામા જવાથી સીતા ગભરાઈ જશે એમ ધારી એણે પહેલાં ઝાડ ઉપરથી જ રામનું સંક્ષિપ્ત ચરિત્ર ગાવા માંડ્યું. અવાજ સાંભળી સીતા ચકિત થઈ આમતેમ જેવા લાગી, પણ કોઈ ન દેખાયાથી બીકની મારી “હે રામ” કરતી જમીન પર પડી ગઈ. એટલામાં હનુમાન ઝાડ પરથી ઊતરી કરુણાભર્યા ભાવથી વિનયપૂર્વક નમસ્કાર કરી સીતા આગળ ઊભે રહ્યો, અને રામ તથા લમણના અનુચર તરીકે ઓળખાણ આપી સમાચાર કહ્યા. અનેક નિશાનીઓ મળતી આવવાથી તથા રામની મુદ્રા જેવાથી જ્યારે સીતાની ખાતરી થઈ કે હનુમાન કેઈ માયાવી રાક્ષસ નહીં પણ રામને ત જ છે, ત્યારે એના આનંદને પાર ન રહ્યો. સીતા અને હનુમાન વચ્ચે પિટ ભરીને વાતે થઈ. સીતાને છોડાવવા રામ કેવા પ્રકારને પ્રયત્ન કરશે તે હનુમાને કહ્યું, અને જેમ બને તેમ છે વિલંબ કરવા સીતાએ આજીજી કરી રામને સંદેશે મકલ્ય. Page #55 -------------------------------------------------------------------------- ________________ રામ ૩. આ પછી એમ વર્ણવવામાં આવે છે કે સીતાની ભાળ તે લાગી, પણ પાછા ફર્યા પહેલાં રાવણને પણ પિતાના પરાક્રમને કંઈક સ્વાદ ચખાડે એવી હનુમાન અને એક અવિચારી કલ્પના હનુમાનને થઈ રમખાણ સીતાની રજા લઈ એણે અશોકવાટિકાનાં ઝાડે ઉખેડી એને ઉજ્જડ કરવા માંડી. આ જોઈ રાક્ષસીઓ ગભરાતી ગભરાતી રાવણ પાસે દેડી ગઈ પિતાની આજ્ઞા સિવાય સીતા સાથે ભાષણ કરવાની અને પિતાનું ઉપવન નાશ કરવાની હિંમત ધરાવે એવો કોઈ ધૃષ્ટ વાનર આવ્યું છે એમ જાણું રાવણને ખૂબ ક્રોધ ચંડ્યો. હનુમાનને પકડી લાવવા એણે રાક્ષસોને હુકમ કર્યો. રાક્ષસે વાનર પર ધસ્યા, પણ હનુમાને પિતાની પૂંછડીના મારથી જ કેટલાક રાક્ષને માર્યા અને પછી એક રાક્ષસનું આયુધ લઈને એ વડે જ રાક્ષસને સંહાર કરવા માંડ્યો. જોતજોતામાં ભયંકર રમખાણ મચી ગયું. રાવણના અક્ષય વગેરે કુંવરે તથા એના સેનાપતિને પુત્ર વગેરે કેટલાયે રાક્ષસ દ્ધાઓ મૃત્યુ પંથે સિધાવ્યા. છેવટે યુવરાજ ઈન્દ્રજિત પણ હનુમાન સામે લડવા આવ્યા. બેનું યુદ્ધ જામ્યું. તેમાં આખરે ઈન્દ્રજિતે હનુમાનને બાંધ્યા. ૪. એને પકડીને રાવણ પાસે લઈ ગયા. સીતાને છેડવા અને પિતે કરેલા અધર્મ તથા અન્યાય માટે લંકા દહન - પશ્ચાત્તાપ કરવા હનુમાને રાવણને સમજાવ્યું. પણ એથી તે રાવણ વધારે ને વધારે છંછેડાયે અને હનુમાનને વધ કરવા આજ્ઞા કરી. પણ તને વધ નિષિદ્ધ છે એમ વિભીષણે વાંધે કાઢો. સાચું પૂછતાં, Page #56 -------------------------------------------------------------------------- ________________ સુરકાણ્ડ હનુમાન ધૃત થઈને આવ્યા નહાતા, એ તેા જાસૂસ થઈને આવલેા હતા. વળી, અશેકવાટિકાના એણે કરેલા નાશના કઈ રીતે ખચાવ કરી શકાય એમ નહેાતું. છતાં, કથા એમ રચવામાં આવી છે કે રાવણે વિભીષણને વાંધે કબૂલ રાખ્યા, અને વધ કરવાને બદલે એનું પૂછડું ખાળી નાખવાની આજ્ઞા કરી. એને પૂંછડે ચીંથરાં વીંટાળી તે ઉપર તેલ નાખવામાં આવ્યું. પછી એને સળગાવ્યું. પૃ છ ુ ખળવા માંડતાં જ હનુમાને એક કૂદકા માર્યાં અને આજુબાજુ ઊભેલા રાક્ષસોનાં કપડાં સળગાવી મૂકચાં. પછી તેણે ઘરનાં છાપરાં ઉપર છલંગ મારી ઘરને સળગાવ્યાં. ઘેાડા વખતમાં તેા ચિચિયારીઓ પાડતા તે હજારો ઘરા ઉપર ફરી વળ્યા અને આખી રાજધાનીમાં આગ લગાડી દીધી. પછી ઝપાટાબંધ સમુદ્રકનારે આવી પેાતાનું પુચ્છ સમુદ્રમાં હાલવી નાખ્યું, અને પાછા સમુદ્ર એળંગી જઈ સામે કિનારે અંગદ, જા યુવાન વગેરને જઈ મળ્યું. ૩૯ રામના ઉપહાર ૫. થોડી વારમાં સર્વ સાથીને હનુમાને મેળવેલા યશની ખખર પડી ગઈ. વાનરોને હષ તેા માય નહીં. રામ અને સુગ્રીવને આ ખુશખબર કહેવા સર્વે ટોળું ઊપડયું. આનંદમાં ને આનંદમાં એમણે રસ્તામાં સુગ્રીવનાં અનેક ફળઝાડના નાશ કર્યાં; પણ જે ભારે કામગીરી હનુમાને બજાવી હતી તેના પ્રમાણમાં આ નુકસાન કશું જ નથી, એમ કહી સુગ્રીવે ઊલટું એમને ઉત્તેજન આપ્યું. રામ પણ હનુમાનને ભેટી પડ્યા. એમણે કહ્યું : “તારા કામના કેવી રીતે બદલા વાળું? મારા હૃદયપ્રવેશ સિવાય બીજી કાઈ પણ વસ્તુ તારા કામ માટે પૃણુ બક્ષિસ નથી, તેથી આ મારું હૃદય તને આજથી અપણુ કરું છું.” Page #57 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધકાડ હવે રામે યુદ્ધને માટે વાનરસેના તૈયાર કરવા માંડી. રામેશ્વર આગળ વાનરેની છાવણીઓ પડી. ૨. આ બાજુ, રાવણ પણ રામ ચડાઈ લાવે તે શું કરવું તે વિષે વિચારમાં પડ્યો. એણે પિતાના ભાઈએ અને મંત્રીઓની સભા ભરી. મંત્રીએ રાવણને યુદ્ધમંત્રણ સ્વભાવ જાણતા હતા. અભિમાની અને સમૃદ્ધિ ભેગવનારા માણસે સલાહ માગે છે, પણ ખરી સલાહ સહન કરી શકતા નથી. પિતાની ભૂલ બતાવે એવી શિખામણ એમને રુચતી નથી. જે એમની હામાં હા ભેળવે, એમની ભલેને મુત્સદ્દીગીરી અને બળની નિશાની ઠરાવે, તે એમને સાચા સલાહકાર લાગે છે. મંત્રીઓએ રાવણને રુચે એવી જ સલાહ આપી. માણસ અને વાનરેથી રાક્ષસોને ડરવાની જરૂર નથી, માટે નિશ્ચિત્ત રહેવું, એમ રાવણનાં બળ અને પરાક્રમની ભાટાઈ કરી સમજાવ્યું. પણ રાવણના ભાઈ કુંભકર્ણ અને વિભીષણને આ સલાહ રુચી નહીં. એમણે સીતાના હરણને વખોડી કાઢયું, અને સીતાને પાછી સોંપી આખા દેશ પર આવનારી આફતને ટાળવા તથા વાચ્ય વર્તનને રસ્તે લેવા સમજાવ્યા. કુંભકર્ણ તે સલાહ આપી મૂંગે રહ્ય, ન માને તે ભાઈને જ પક્ષ રાખવે એ એને મત હતો. વિભીષણે વિશેષ આગ્રહ ધર્યો. એણે એટલા આગ્રહપૂર્વક રાવણને ઠપકે આયે, કે રાવણ એના ઉપર છંછેડાઈ ગયા અને કુળકલંક કહી એને તિરસ્કાર કર્યો. Page #58 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધકાણs ૩. રાવણને સમજાવવું શક્ય નથી એમ જોઈ વિભીષણ એના ચાર મિત્રે સહિત લંકા છોડી ગયે, અને રામને ઉપર જઈ મળે. વિભીષણના પ્રમાણિકપણાની રામના પક્ષસી ખાતરી કરી લઈ રામે એની લંકાના રાજા ' તરીકે જયઘોષણા કરી.૧ ૪. વિભીષણનું આ પ્રમાણે આવી મળવું રામને અતિશય ઉપકારક થઈ પડ્યું. એની તરફથી એને રાવણને બળની પૂરેપૂરી માહિતી મળી શકી. એની જ સલાહથી અને નળ નામના એક ઉત્તમ વાનર શિલ્પીની મદદથી રામે સમુદ્ર ઉપર સેતુ બાંધ્યું, અને તે ઉપર થઈ લંકામાં સૈન્યને ઉતાર્યું. સુવેલુ નામના પર્વત ઉપરથી રામ, લક્ષમણ, સુગ્રીવ, વિભીષણ વગેરે લંકાનું સારી રીતે નિરીક્ષણ કરી શકતા હતા. પ. રામે તરત જ લંકાની ચારે પાસ સખત ઘેરે ઘા. એક ચલિયું પણ અંદર પેસવા ન પામે એ એણે હિ. બંદોબસ્ત રાખ્યું હતું. પણ કિલ્લા પર જ હલ્લે કર્યા પહેલાં છેવટને સામ-ઉપાય લેવાના ઈરાદાથી એણે અંગદને વિષ્ટિ કરવા રવાના કર્યો. અંગદ રાવણ પાસે ગયે, તેને સમજાવ્યું, પણ એ અભિમાની રાજાએ કશુંયે માન્યું નહીં. ૬. રામે લંકા પર તૂટી પડવાની સૈન્યને આજ્ઞા આપી. બંને બાજુએ ભયંકર યુદ્ધ ચાલ્યું. એક પછી એક રાવણના વીરે પડવા લાગ્યા. છેવટે, કુંભકર્ણ પણ રામને હાથે પડ્યો. રાવણને જ્યેષ્ઠ પુત્ર ૧ જુઓ પાછળ નોંધ ૪ થી Page #59 -------------------------------------------------------------------------- ________________ રામ ઇન્દ્રજિત એ અજિત ગણાતું હતું, અને બાર વર્ષ જાગરણ કરી બ્રહ્મચર્ય પાળનાર પુરુષ જ એને મારી શકે એવું જેણે વરદાન મેળવ્યું હતું, તે પણ લક્ષ્મણને હાથે માર્યો ગયે. રાવણને પિતાને હવે લડાઈમાં ઊતરવું પડ્યું. એણે એક તીક્ષણ શક્તિ લક્ષ્મણના ઉપર ફેંકી, તે એની છાતીમાં પિસી ગઈ અને એ મૂછ ખાઈ પડ્યો. આથી રામ બહુ હતાશ થયા. પણ હનુમાનના પરાક્રમથી સંજીવની ઔષધિથી તેનું શલ્ય નીકળી ગયું, અને એ પાછે સચેત થયે. લક્ષ્મણ સજીવન થયા જાણી રાવણને ક્રોધ વધ્યો. “હું મરું પણ સીતાને તે રામના હાથમાં ન જ જવા દઉ” એમ કહી એ સીતાને મારવા દોડ્યો. પણ આટલા પાપમાં હત્યાનું પાપ ન વધારવા એના સચિવે રાવણને સમજાવ્યું; અને તેથી વળી પાછો તે રામની સામે લડવા આવી ઊભો. રામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ જામ્યું. છેવટે, રાવણની નાભિમાં રામે એક અચૂક બાણ માર્યું. અને તેની સાથે જ રાવણનું શરીર રણ ઉપર મડદું થઈ પડ્યું. આ રીતે એ રાયેલોભી, ગવિંtઠ અને કામાખ્ય રાજાએ પોતાના અન્યાય અને અધર્મની શિક્ષા સહન કરી. ૭. રામ અને વિભીષણનો યજ્યકાર થયું. રામે લક્ષ્મણ પાસે વિભીષણને અભિષેક કરાવ્યું. સીતાને સ્નાન આ કરાવી, ઉત્તમ વસ્ત્રાલંકાર પહેરાવી પિતા પાસે સીતાની દિવ્ય ચી મેકલવા એણે આજ્ઞા કરી. સીતાની ઈચ્છા શરીર શણગાર્યા વિના રામ પાસે જવાની હતી, પણ આજ્ઞા માથે ચડાવી એણે વસ્ત્રાલંકાર ધારણ Page #60 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધકાણહ કર્યા. વિભીષણે એમને એક પાલખીમાં બેસાડી રામ પાસે કલ્યાં. સૈન્યની વચ્ચેથી આવતાં પાલખીને લીધે વાનરેને બહુ ત્રાસ થવા લાગ્યા. રામ એ સહન કરી શક્યા નહીં અને પગે ચાલીને આવવા ફરમાવ્યું. સદૈવ આજ્ઞાપરાયણ દેવી સીતા રામ આગળ પગે ચાલીને આવ્યાં અને હાથ જોડીને ઊભાં રહ્યાં. પણ આ વખતે રામ કાંઈ બદલાઈ જ ગયા હતા. “સીતા, સીતા” કહી શેકથી જે ઝૂરી મરતા હતા, તેને પાછી મેળવવા જેણે આટલાં પરાક્રમ કર્યા હતાં, તે રામે સીતા જ્યારે પ્રત્યક્ષ આવીને ઊભાં ત્યારે તેની સામે દષ્ટિ પણ માંડી નહીં. ઊલટું, પિતાના સાદમાં ગંભીર કરતા આણ એમણે કહ્યું: “સીતા, આ બધી ખટપટ મેં કરી તે તારે માટે નહીં. મારા પુરુષાતન પર અને મારે કુળના નામ પર તારા હરણથી જે કલંક ચડ્યું હતું, તેને ઘેઈ નાખવા જ મેં આ મહાપરિશ્રમ વેઠયો છે. પણ તું શુદ્ધ છે કે નહીં તે વિષે મને સંશય છે, માટે હું તારે સ્વીકાર કરીશ નહીં. તને જ્યાં જવું હોય ત્યાં જવાની પરવાનગી આપું છું.” નિરંતર પ્રેમળ અને મધુરભાષી રામના મુખમાંથી આવાં કઠેર વચનો સાંભળવાની સીતાએ મુદ્દલે આશા રાખી નહતી. એનું શરીર રેષ અને દુઃખથી કંપવા લાગ્યું. છેવટે એણે અગ્નિપ્રવેશથી પિતાની શુદ્ધિને પુરાવે આપવાનો નિશ્ચય કર્યો. એક ચંદનના કાષ્ઠની ચિતા રચવામાં આવી. સીતાએ બે હાથ જોડી અગ્નિની અને રામની પ્રદક્ષિણા કરી તથા દેવ અને બ્રાહ્મણને નમસ્કાર કરીને કહ્યું: “હે અગ્નિદેવ, જે મારું Page #61 -------------------------------------------------------------------------- ________________ શામ ચિત્ત શ્રી રામચંદ્રના ચરણ વિના બીજા કાઈ પણુ વિષે કદી ન ગયું હોય તેા જ મારું રક્ષણ કરો. જો હું અશુદ્ધ ન હાઉં તે જ મારું રક્ષણ કરજો.” આટલું ખાલી એણે અગ્નિમાં ઝંપલાવી દીધું. એની પરીક્ષા પૂરી થઈ. અગ્નિએ એને નિર્માધિત રાખી એની નિષ્પાપતાની સર્વેને ખાતરી કરાવી આપી. રામ, લક્ષ્મણ અને સર્વાં વાનરસૈન્યના ના પાર રહ્યો નહી. રામે અતિ આનંદથી સીતાને સ્વીકાર કર્યાં. ૮. હવે ચૌદ વર્ષ પણ પૂરાં થવા આવ્યાં હતાં. વિભીષણે પેાતાનું પુષ્પક વિમાન સજાવી સર્વેને અયેધ્યા પહાંચાડવાની તૈયારી કરી. પોતે અને અયાયાગમન વાનરે પણ રામની સાથે અયેાધ્યા જવા તૈયાર થયા. વિમાન આકાશમાર્ગે ઊડ્યું, અને થોડા વખતમાં કેસલ દેશ નજીક આવી પહોંચ્યું. અયેાધ્યા દિષ્ટએ પડતાં જ સર્વેએ પેાતાની પુણ્ય માતૃભૂમિને નમસ્કાર કર્યાં. ભરદ્વાજ આશ્રમનાં દર્શન કરવા સવે વિમાનમાંથી પૃથ્વી ઉપર ઊતર્યાં. એક દિવસ ત્યાં રહી ખીજે દિવસે સર્વેએ અયેાધ્યા જવાનું ઠરાવ્યું. આગળથી ભરતને સૂચના આપવા અને તેના મનેાભાવની પરીક્ષા કરવા રામે મારુતિને આગળ માકલ્યા. હનુમાને ભરતને એક અરણ્યમાં, વ્રતથી સુકાઈ ગયેલા, શિર પર જટાના ભારવાળા, પ્રત્યક્ષ ધર્મની મૂર્તિ હોય એવા નિહાળ્યા. રામના આગમનના શુભ સમાચાર સાંભળતાં જ ભરતને આન ંદના આવેશથી મૂર્છા આવી ગઈ. ઘેાડી વાર પછી સાવધ થઈ એ હનુમાનને જોરથી ભેટી પડયા, અને એને હજાર ગાયા અને સા ગામ ઇનામમાં Page #62 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધકાણુહ આપ્યાં. શહેરમાં તરત જ સંદેશ મોકલી દીધું અને રામને આવકાર આપવા ધામધૂમ મચી. એ દિવસ અયોધ્યાના રાજ્યમાં દિવાળીને થયે. રાજા-પ્રજા, માતા-પુત્ર, સાસુ-વહુ, ભાઈ-ભાઈ, ગુરુ-શિષ્ય, પતિ-પત્ની અને નેહી-સ્નેહીઓને આજે મેળાપ થવાનું હતું. ચૌદ વર્ષ અપાર દુઃખ વેઠવ્યા પછી આનંદને દિવસ આવ્યે તેને મહત્સવ અવર્ણનીય થયા. “રાજા રામચંદ્રની જય” એવી ગર્જના જે તે દિવસે ઊઠી તે હજી સુધી શમી નથી. તે જ દિવસે ગુરુ વસિઠે રામચંદ્રને રાજ્યાભિષેક કર્યો. રામે સુગ્રીવ, વિભીષણ, જાંબુવાન, હનુમાન વગેરે સર્વે પણુઓને પુષ્કળ રત્નાલંકાર આપ્યાં. સીતાએ પિતાને મોતીનો હાર મારુતિના ગળામાં પહેરાવ્યું અને એને યજયકાર કરાવ્યું. એના નૈષ્ઠિક બ્રહ્મચર્યના ફળરૂપ એનાં બળ, બુદ્ધિ, તેજ, પૈય, વિનય અને પરાક્રમથી જ સીતાને સ્વાતંત્ર્ય મળ્યું હતું. ત્યારથી રામ, લક્ષ્મણ અને સીતા સાથે હનુમાનનું નામ પણ અમર થયું. ૯. પછી શ્રી રામચંદ્ર એવી ઉત્તમ રીતે રાજ્ય કર્યું કે સર્વ પ્રજા સુખ અને આનંદમાં રહેવા લાગી. રામરાજ્યમાં એક પણ વિધવા સ્ત્રી નજરે પડતી નહતી. સર્પ કે રેગને ભય નહોતે. કોઈ માણસ બીજાને માલ ચેરીથી કે અન્યાયથી લતે નહીં. એના રાજ્યમાં સર્વ પ્રકારના અનર્થો દૂર થયા. વૃદ્ધની પહેલાં જુવાન મરવાના અનિષ્ટ પ્રસંગે બંધ થયા. ધન, ધાન્ય, ફળ, ફૂલ અને બાળબચ્ચાંઓની વૃદ્ધિ થવા લાગી. આ પ્રમાણે આખા રાજ્યમાં Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ રામ સુખ અને નીતિને વધારે થઈ લોક આનંદ પામ્યા. શ્રી રામચંદ્ર દશ અશ્વમેધ કરી અક્ષય કીતિ પ્રાપ્ત કરી અને દીર્ધાયુષ ભેગવી તેઓ વૈકુંઠમાં ગયા. ઉત્તરકારડ વાલ્મીકિનું મૂળ રામાયણ આટલેથી પૂરું થાય છે. રાજા તરીકેની રામચંદ્રની હકીકત ઉત્તરકાડ નામે રામાયણના છેલ્લા પ્રકરણમાં આવે છે, પણ તે આખો કાંડ પ્રક્ષિપ્ત છે એ વિદ્વાનને મત છે. તે પણ એની પ્રસિદ્ધિને લીધે એ ભાગ પ્રમાણે રામના જીવનની હકીક્ત અહીં આપી છે. ૨. આગળ જતાં સીતાને ગર્ભ રહ્યો ત્યારે કુટુંબમાં ઘણે આનંદ થયે. એક દિવસ સીતાએ રામને આ પ્રસંગ નિમિતે ગંગાતીર પર રહેનારા બ્રાહ્મણોને વચ્ચે ભેટ કરવાની ઈચ્છા દર્શાવી. રામ તરત જ એને મેકલવાની વ્યવસ્થા કરવાનું વચન આપી રાજસભામાં ગયા. સભામાં એક દાંત નગરચર્ચા કરી તરત જ આવ્યો હતું. લોકે પિતાને વિષે શું બોલે છે એ વિષે રામે તેને સહજ પ્રશ્ન પૂછયો. તે હાથ જોડી બે કે, “લેકે એમનાં પરાક્રમનાં ઘણાં વખાણ કરતા હતા. સમુદ્ર પર સેતુ બાંધવાનું એમનું કાર્ય, રાવણ અને કુંભકર્ણ જેવા રાક્ષસને વધ, વાનરે અને રીંછે સાથે મૈત્રી કરવાની કુશળતા વગેરે માટે લેકે આશ્ચર્ય દર્શાવતા હતા. પણ રાવણના ઘરમાં એક વર્ષ ન Page #64 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરકાણ્ડ સુધી કેદ રહેલી સીતાને છેડાવી પાછી તેને રામે અંગીકાર કરી તેથી લાકે તેમને દોષ દેતા હતા, અને એમ પણ કહેતા હતા કે જ્યારે રામે પોતે આ પ્રમાણે કર્યું. તે પ્રજાને તેમ કરવામાં શી હરકત છે? ' ત્રણ ૩. કૃતનાં આવાં વચન સાંભળી રામચંદ્રને ઘણું દુઃખ થયું. સભા બરખાસ્ત કરી અને લાંબે વખત સુધી એકાન્તમાં બેસી એમણે વિચાર કર્યાં. પછી કાંઈક નિશ્ચય ઉપર આવી તેમણે પાતાના ભાઈઓને તેડાવી મગાવ્યા. ભાઈઓને લેાકાપવાદ સંભળાવી કહ્યું : “ સત્કીર્તિને માટે હું તમારે પણ ત્યાગ કરતાં અચકાઉં નહીં, તેા સીતાની તા શી જ વાત? માટે લક્ષ્મણ, કાલે સવારે સીતાને રથમાં બેસાડી ગગાપાર તમસા નદીને કિનારે વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે અરણ્યમાં મૂકી આવ. સીતાએ ત્યાં જવા ઇચ્છા દર્શાવી છે, એટલે તે ખુશીથી આવશે.” સીતાવનવાસ ૪. બિચારા લક્ષ્મણ શેાકાતુર ચહેરે અને રડતી આંખે બીજે દિવસે સવારે શકા વિનાની સીતાને રથમાં બેસાડી વાલ્મીકિના આશ્રમ તરફ ચાલ્યા. એ પ્રદેશમાં પહેાંચતાં જ લક્ષ્મણે સીતાને સાષ્ટાંગ દડવત્ કર્યાં અને હાથ જોડ્યા. એ ખાલવા ગયા પણ હૈ સીતા માતા ’ એટલું જ બેલી શકયા. એને સાદ બેસી ગયા. સીતા એના શેકનું કારણ વારે વારે પૃછવા લાગ્યાં, ત્યારે ઘણા કરે તેણે રામની આજ્ઞા સીતાને જણાવી. અન્ને જણાંએ અરણ્યમાં પુષ્કળ વખત સુધી શાક કર્યાં. અ ંતે સીતાએ ધૈય પકડી લક્ષ્મણને વિદાય કર્યો. તેણે કહાવ્યું : Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ રામ “સવે સાસુને મારા પ્રણામ કહેજે, અને તે પરમ ધાર્મિક રાજાને મારી તરફથી સંદેશે કહેજો કે, “મહારાજ, સર્વ લેઓ સમક્ષ અગ્નિમાં પડી મારી શુદ્ધિ સાબિત કરી આપી, તે છતાં કાપવાદની બીકથી તમે મારે ત્યાગ કર્યો છે તે મને સર્વથા કબૂલ છે. લોકાપવાદથી સત્કીતિને કલંક લાગે નહીં એ તમારી ઈચ્છા રોભા આપનારી છે; અને રાજા તરીકે એ તમારે પરમ ધર્મ છે. તમારી કીતિને કલંક ન લાગે એવી મને પણ ઈચ્છા છે, તેથી તમે મારે ત્યાગ કર્યો તેને જરા પણ દોષ દેતી નથી. આપ પત્ની તરીકે મારા પર હવે પછી પ્રેમ રાખે નહીં તોયે આપના રાજ્યની એક સાધારણ તપસ્વિની તરીકે પણ મારા ઉપર કૃપાદૃષ્ટિ રાખજે.” ૫. પુષ્કળ અશુપાત કરી લક્ષ્મણ છેવટે પાછા ફર્યા, અને સીતાએ પછી એક ઝાડ નીચે બેસી રુદન ચલાવ્યું. વાલમીકિના . તુ વાલ્મીકિના કેટલાક શિષ્યએ તે રુદન સાંભળચં. આશ્રમમાં તેમણે વાલ્મીકિને જાણ કરી. કરુણામૂતિ વાલમીકિ ત્યાં આગળ આવી પહોંચ્યા, અને સીતાને દિલાસે આપી પિતાના આશ્રમમાં લઈ આવ્યા. એમણે સીતાને માટે એક ઝુંપડી બંધાવી રહેવાની વ્યવસ્થા કરી. ત્યાં સીતાને બે પુત્રો થયા. વાલ્મીકિએ એમનાં નામ લવ અને કુશ પાડયાં અને તેમને ભણાવી ગણાવી હોશિયાર કર્યા. બન્ને ભાઈઓ ક્ષાત્રવિદ્યામાં તેમ જ સંગીતવિદ્યામાં નિપુણ થયા. ૧. જુઓ પાછળ નોંધ ૫મી Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરકાણ્ડ ૪૯ ૬. ચાર દહાડે લક્ષ્મણુ અયેાધ્યા પાછા ફર્યાં અને રામને સીતાના સદેશે! કહ્યો. રામે આ ચારે દિવસ અતિશય શાકમાં ગાળ્યા હતા, અને રાજકાજમાં કશું લક્ષ આપ્યું ન હતું. પણ જે રાજા પ્રજાની ફરિયાદ સાંભળતા નથી તે નરકમાં પડે છે, એવું શાસ્ત્રવચન યાદ કરી એમણે ધૈય ધારણ કર્યુ અને પાછા રાજકામાં લાગ્યા. એમની કારિકી માં શત્રુઘ્ને મથુરા પાસેના પ્રદેશના લવણુ રાજાને મારી એ દેશ પેાતાને તાબે કર્યાં. તેના પરાક્રમના બદલામાં રામે તેને એ પ્રાન્તનું રાજ્ય સોંપ્યું. ૭. જે સમયે ઉત્તરકાર્ડ લખાયા હશે તે સમયમાં ત્રિવર્ણોની શૂદ્ર સામે કેવી તિરસ્કારવૃત્તિ હશે તે નીચેના પ્રસંગ પરથી જણાય છે. શમ્બુવ ૮. એક દિવસ એક બ્રાહ્મણુ મારતેર વષઁના પેાતાના આળકનું પ્રેત લઈ રાજસભામાં આવ્યા, અને માબાપના જીવતાં અલ્પ વયના બાળકનું મૃત્યુ થવાના અઘટિત પ્રસંગ બનવાનું રામને કારણ પૂછવા લાગ્યા. એણે કહ્યું : અમે માબાપે કદી પણ અસત્ય ભાષણ કિવા ખીજું કાંઈ પાપ કર્યું હોય એમ અમને યાદ નથી; માટે આ અનથ રાજાના દોષને લીધે આવ્યા હાવા જોઈએ. જે પાપ રાજા કરે છે અથવા તેના અમલ નીચે કરવામાં આવે છે તેનું દુષ્ટ ફળ પ્રજાને વેઠવું પડે છે.” ન્યાયપ્રેમી રાજા વિચાર કરવા લાગ્યા કે પેાતાનું એવું કચુ પાપ હશે, કે રાજ ――――――― Page #67 -------------------------------------------------------------------------- ________________ રામ જેને પરિણામે આ બ્રાહ્મણને બાળક–પુત્ર અપાયુ બને. કથા કહે છે, કે એટલામાં નારદે રામને કહ્યું: “તારા રાજ્યમાં કેઈ શૂદ્ર તપ કરતે હવે જોઈએ. પૂર્વ કૃતયુગમાં બ્રાહ્મણે જ તપશ્ચર્યા કરતા. તે યુગમાં સર્વ લેક દીઘ દૃષ્ટિવાળા, નીરોગી અને દીર્ધાયુષી હતા. પછી તાયુગમાં ક્ષત્રિયે પણ તપ કરવા લાગ્યા; તેથી બ્રાહ્મણ તેમ જ ક્ષત્રિયે તપ અને વીર્યથી સંપન્ન થયા; પણ તે સાથે જ અધમે પિતાને એક પગ પૃથ્વી ઉપર મુક્યો. અસત્ય ભાષણ, હિંસા, અસંતોષ અને ફ્લેશ એ અધર્મના ચાર પગ છે. તેમાં એક પગ પૃથ્વી પર પડતાં જ ત્રેતાયુગમાં માણસના આયુષ્યની મર્યાદા કમતી થઈ. આગળ જતાં દ્વાપરયુગમાં વૈશ્ય લોક પણ તપ કરવા લાગ્યા, તેથી અધર્મને બીજો પગ – હિંસા જમીન પર પડ્યો, અને મનુષ્યના આયુષ્યની મર્યાદા અધિક કમતી થઈ. તથાપિ શદ્રને કદાપિ તપ કરવાને અધિકાર ન હતું. મારા મત પ્રમાણે હાલ કેઈ શકુ આ પૃથ્વી ઉપર તપ કરતે હવે જોઈએ.” આ સાંભળી બાળકના શબને તેલમાં રખાવી, રામ શૂદ્ધ તપસ્વીની શોધમાં નીકળ્યા. ફરતાં ફરતાં દક્ષિણ દેશમાં શબુક નામના એક ને સ્વર્ગપ્રાપ્તિ માટે ત૫ કરે ઈ રામે એનું શિર ઉડાવી નાખ્યું. ૯ આ કાર્યના બચાવમાં ઉત્તરકાસુડમાં એવી દલીલ આપેલી છે, કે તપ સિવાય સિદ્ધિ મળતી નથી એ સિદ્ધાન્ત જેટલે ખરે છે, તેટલું જ પાત્રતા વિના તપને અધિકાર નથી, એ સિદ્ધાત પણ ખરો છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરકાર્ડ ૧૦. શબુકના વધથી બ્રાહ્મણને પુત્ર જીવતા થયે એમ વાર્તામાં લખેલું હોય જ! ૧૧. ત્યાર પછી અમે અશ્વમેધ યજ્ઞ કરવાને નિશ્ચય કર્યો. સીતાને ઠેકાણે સુવર્ણમતિ કરી યજ્ઞ આરંભે. એક અથઇ વર્ષ સુધી એ યજ્ઞ ચાલ્યા. એ યજ્ઞ જેવા વાલ્મીકિ પિતાના શિષ્ય સહિત આવ્યા. તેમની સાથે લવ અને કુશ પણ હતા. વામીએ પોતાનું રામાયણ બે કુમારને ભણાવ્યું હતું, અને વાદ્ય સહિત ગાતા ગાતા તે શહેરમાં અનેક ઠેકાણે સંભળાવતા હતા. એમના સુંદર ગાનની તારીફ રામને કાને પહોંચી. રામે તે બાળકોને તેડાવ્યા, અને બધાને દેખતાં યજ્ઞમંડપમાં રામાયણ ગાવાની આજ્ઞા કરી. એ બે બાળકે રામના કેવળ પ્રતિબિમ્બ જ હતા. મને એ પિતાના પુત્ર રામાયણનું જ હોવા જોઈએ એમ શંકા થઈ. તેથી એમણે વાલમીકિને સંદેશે કહેવડાવ્યું કે આપની પરવાનગી હોય તે સીતાએ પિતાની શુદ્ધતા વિષે દિવ્ય કરવું. વાલ્મીકિએ માગણી કબુલ કરી. બીજે દિવસે યજ્ઞમંડપમાં સભા ભરાયા પછી મહાકવિ વાલ્મીકિની પાછળ હાથ જોડી, આંખમાંથી આંસુ ઢાળતાં, નીચા વદને સીતા સભામાં આવ્યાં. સભા વચ્ચે વાલ્મીકિ બેલ્યાઃ “હે દારથિ રામ, આ તારી પતિવ્રતા, ધર્મશીલ પત્ની સીતાને તે લોકાપવાદની બીકથી અરયમાં મોકલી દીધી, ત્યારથી તે મારા આશ્રમમાં રહેલી છે. આ બે તારા જ પુત્ર છે. આજ ૧. જુઓ પાળ નેધ ૬ઠ્ઠી ગાન Page #69 -------------------------------------------------------------------------- ________________ રામ પર્યત હું કદી ખોટું બોલ્યું નથી. કહું છું કે આ વૈદેહી સર્વ પ્રકારે નિષ્પાપ અને શુદ્ધ છે; એ જે અસત્ય હોય તે મારી હજારે વર્ષની તપશ્ચર્યા નિષ્ફળ જાઓ. એ સીતા પણ તને પિતાની પવિત્રતા વિષે ખાતરી કરી આપશે.” ૧ર, પછી ભગવાં ધારણ કરેલાં, શેક અને તપથી અત્યંત કૃશ થયેલાં, દષ્ટિને જમીન પર ઠરાવીને ઊભેલાં સીતા આગળ આવ્યાં, અને બે હાથ જોડી માટે બીજા દિઠ્ય સ્વરે બોલ્યા: હે પૃથ્વીમાતા, જે રામચંદ્ર સિવાય બીજે કઈ પણ પુરુષ આજ સુધી મેં મનમાં ચિંતા ન હોય, તે મને તારા ઉદરમાં આશ્રય આપ. જે મન, કર્મ અને શબ્દથી મેં આજ પર્યત રામચંદ્ર પર પ્રેમ રાખ્યું હોય, અને રામચંદ્ર સિવાય બીજા કઈ પણ પુરુષને હું ઓળખતી સુધ્ધાં નથી એ અક્ષરશઃ ખરું હેય, તે મને તારા ઉદરમાં આશ્રય આપ.” આમ ત્રણ વાર સીતાએ કહ્યું, અને તેની સાથે જ પૃથ્વીના બે ભાગ થયા અને સીતા તેમાં સમાઈ ગયાં. આ રીતે સીતાનું બીજું કઠેર દિવ્ય રામ અને તેની પ્રજાને જન્મ પયંત અનુતાપ કરાવતું પૂર્ણ થયું. રાજા-પ્રજાએ પુષ્કળ શોક કર્યો, પણ સીતા તે ગયાં જ. ૧૩. ઉત્તરકાડ પ્રમાણે રામને અંતકાળ પણ દુઃખરૂપ જ હતું. એક દિવસ એક મુનિ રામની જોડે એકાંતમાં લક્ષ્મણને | સંભાષણ કરવા આવ્યા. એમની વાતચીતમાં જ ત્યાગ કઈ ભંગાણું પાડે છે તેને દેહાંત દંડની અને દેહાંત શિક્ષા થાય એવી તેણે પહેલેથી માગણી Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરકાણ્ડ ૧૩ કરી હતી, અને તે પ્રમાણે રામે લક્ષ્મણને દરવાજા પર ચાકી કરવા બેસાડચા હતા. બે જણા વાત કરતા હતા એટલામાં ક્રોધીપણાનું કલંક જેને માથે ચઢેલું છે એવા દુર્વાસા મુનિ ત્યાં આવી લાગ્યા અને રામને મળવા ઉતાવળા થયા. લક્ષ્મણે આનાકાની કરી એટલે એણે આખા રાજ્યને શાપ આપવાની ધમકી આપી ! બિચારા લક્ષ્મણને તા સૂડી વચ્ચે સોપારી જેવું થયું. પછી, સઘળાં પર વિપત્તિ આવી પડે તેના કરતાં પેાતાના એકલા પર જ આવી પડે તે વધારે સારું એમ વિચારી એ રામ પાસે ગયા, અને દુર્વાસાના આગમનના સમાચાર આપ્યા. દુર્વાસા તે માત્ર તપ કરી ભૂખ્યા થવાથી ભિક્ષા માગવા આવ્યા હતા, પણ એની ભિક્ષામાં લક્ષ્મણના પ્રાણ વહેારાશે એવા એણે ખ્યાલ ન કર્યાં. રામને માથે મેાટુ' ધર્મસંકટ આવ્યું, પ્રતિજ્ઞા પ્રમાણે લક્ષ્મણને દેહાંત દંડની શિક્ષા કરવી જોઈ એ. પણ લક્ષ્મણ જેવા ભાઈ ને એવી શિક્ષા ક્રમાવતાં કાની હિંમત ચાલે? શું કરવું તે સૂઝે નહી’. છેવટે એમણે સભા ભરી સ` હકીકત વસિષ્ઠ અને પ્રજાજનાને કહી સંભળાવી. વસિષ્ઠે એવા તાડ કાઢચો કે સજ્જનના ત્યાગ એ વધુ સમાન છે, માટે રામે લક્ષ્મણના ત્યાગ કરવા! રામે એ પ્રમાણે લક્ષ્મણને પોતાથી દૂર થવાની સજા ફરમાવી. માજ્ઞા સાંભળતાં જ લક્ષ્મણ રામચંદ્રને નમસ્કાર કરી, પરભાર્યાં સરયુતટ પર ગયા, અને સ્નાન કરી, પવિત્ર થઈ, દર્ભાસન પર આસન માંડી, પોતાને શ્વાસ ચડાવી દઈ દે છેડયો. આ રીતે ખંધુભક્તિપરાયણ શૂર સુમિત્રાનંદનને અંત આવ્યા. એણે પેાતાના Page #71 -------------------------------------------------------------------------- ________________ રામ હૃદયમાં ઊભરાતી રામભક્તિથી પ્રેરાઈને વૈભવ, માતા અને પત્નીને ત્યાગ કર્યો. બાર વર્ષ સુધી ઉજાગર કર્યો, ચોદ વર્ષ સુધી વનવાસ ભેગવ્યું અને જીવનને અંત થયે ત્યાં સુધી રામની સેવા કરી. બંધુભક્તિને આદર્શ બેસાડી લક્ષ્મણે લેકહિત માટે મૃત્યુની ભેટ લીધી. આ આખુંય છેલ્લે પ્રસંગ વિકૃત આદર્શ ઉત્પન્ન કરનારે લાગે છે. ૧૪. રામે તે જ દિવસે પિતાના રાજ્યને લવ, કુશ તથા ભરત, લક્ષ્મણ વગેરેના પુત્રોમાં યથાયેગ્ય વિભાગ કર્યો અને દરેકને અભિષેક કરી મહાપ્રસ્થાન મને વૈકુંઠવાસ માટે ઘરમાંથી ચાલી નીકળ્યા. એની પાછળ + અન્તઃપુરની સર્વ સ્ત્રીઓ, સંબંધીજને અને પ્રજાજને પણ ગયા. રામે સરયૂમાં પિતાને દેહ છોડી દીધે, અને એની પાછળ, ભરત, શત્રુક્ત અને પ્રજાએ પણ એ જ ગતિ લીધી! આ રીતે રામચરિતની પૂર્ણતા થઈ. ૧૫. રામાયણમાં વાલ્મીકિએ આર્યોના આદર્શ ચીતરેલા છે. દશરથે એ આર્યોને આદર્શ પિતા છે. સુમિત્રા આદર્શ માતા, રામ આદર્શ પુત્ર અને રાજા, રામાયણનું 2 ભરત આદર્શ બંધુ-મિત્ર, અન્યામાં અસહતાત્પર્ય કારી લક્ષ્મણ આદર્શ સેવક-બંધુ, હનુમાન આદર્શ દાસ, સીતા આદર્શ પત્ની, વિભીષણ આદર્શ સલાહકાર અને અસહકારી. તે જ પ્રમાણે માનવજાતિમાં વસતા આસુરી ભાવેને પણ વાલમીકિએ મૂર્તિમંત ચિતાર આપે છે. કૈકેયી ઈર્ષાની મૂર્તિ, રાવણ સામ્રાજ્યમદની Page #72 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાણs મૂતિ, વાલી શારીરિક બળના મદની મૂર્તિ અને સુગ્રીવ પરાવલંબી સ્વભાવથી ઊપજતી સર્વ પ્રકારની માનસિક નિર્બળતાની મૂર્તિ છે. અન્યાય જાયા છતાં, એ માટે તિરસકાર છતાં, એની સામે થવા માટે જોઈતી જરૂરી હિંમતને અભાવ મારિચમાં પ્રત્યક્ષ થાય છે; ઊંઘ, આળસ, ખાઉધરાપણું અને મેહ કુમ્ભકર્ણમાં ગેચર થાય છે; ઇંદ્રજિતમાં આસુરી સંપત્તિને સાર અને આંખને આંજી નાખનારે પ્રકાશ છે. આ સાથે જ વાલ્મીકિએ રાજકીય કૌટુમ્બિક વ્યવસ્થાને આદર્શ પણ અત્યંત મને હરપણે ચીતર્યો છે. આદર્શ પ્રમાણે આર્ય રાજાનું જીવન સુખોપભેગ માટે નથી, પ્રજા એના સુખનું સાધન નથી, પણ પ્રજાના સુખા ૨જાને જન્મ છે. પિતાનાં શરીર, કુટુંબ, સુખ, સંપત્તિ અને સર્વસ્વનું અર્પણ કરીને એણે પ્રજાનું પાલન કરવાનું છે. ગુરુ અને પ્રજાની ધર્મયુક્ત સલાહ મુજબ એણે રાજકારભાર ચલાવવું જોઈએ. પ્રજાને પ્રિય હોય એ જ પુરુષ રાજા થઈ શકે, એટલે રાજાની નિમpક પ્રજાની સંમતિથી થવી જોઈએ. અત્યંત પ્રામાણિકપણે અને શુદ્ધ ભાવે પોતાનું કર્તવ્ય બજાવ્યાથી પ્રજાને સંતોષ અને વિશુદ્ધ પ્રેમ એ જ એની સેવાનું ઇનામ છે. એ પિતાના મુકુટથી કે સિંહાસન અથવા છત્ર–ચામરની પ્રજાને પૂજ્ય નથી; પણ એની ઘાર્મિકતા, કર્તવ્યનિષ્ઠા, શૂરતા, પરદુઃખભંજનતા, ન્યાય અને પરાક્રમથી પૂજ્ય ગણાય છે. એની પૂજા એણે કાઠેલાં આજ્ઞાપત્રોની અમલબજામણું કરવાથી ન થઈ શકે, પણ સંતુષ્ટ પ્રજાના ચિત્તમાં ઊભરાતા નૈસર્ગિક Page #73 -------------------------------------------------------------------------- ________________ રામ પ્રેમથી જ થાય, અનેક સ્ત્રીઓ કરવાનું દુષ્ટ પરિણામ એણે દશરથના દુખકારક અંતકાળથી દર્શાવ્યું છે, અને રામના ચતિથી એકપત્નીવ્રતપણાનો આદર્શ બેસાડ્યો છે. જનક અને રામને સસરા-જમાઈને અને કૌશલ્યા તથા સીતાને સાસુ-વહુને સંબંધ પણ લેશ વિનાને પ્રેમયુક્ત છે. કુટુંબ અને રાજ્યને કર્તાપુરુષ સત્યનિષ્ઠ, ધાર્મિક, નિઃસ્વાથી, શૂર અને પ્રેમાળ હોય તે સર્વને કે આશીર્વાદરૂપ થઈ પડે એ રામચરિતને બેધ છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ નેધ બાલકાપડ નેંધ ૧ લીઃ રાક્ષસ–એટલે બહુ જંગલી માણસ. એમનામાં મનુષ્યમાં રહેલા શુભ ગુણોને વિકાસ નહીં, નીતિજીવનને ખ્યાલ નહીં. એ ક્રૂર અને નરમાંસભક્ષક હતા. જેમ સર્ષ અને સિંહ વગેરે પ્રાણુઓનો મનુષ્યને જૂના કાળમાં ઘણે ઉપદ્રવ વેઠવો પડત અને તેથી એને શિકાર કરી નાશ કરી નાખવામાં આવતે, તેમ વધારે પરાક્રમી અને નગર તથા શહેર વસાવવાની ઇચ્છાવાળી પ્રજાઓ આવી રાક્ષસપ્રજાઓને શિકાર કરતી. એ રાક્ષસનું શરીરબળ ભારે, કાયા ઊંચી, પણ બુદ્ધિ મંદ અને શસ્ત્રબળ નામનું. વિશ્વામિત્રનો હેતુ કોઈ નવી વસાહત કરવાનું હોય, અને તેમાં દેવેની મદદ મળે એ કામનાથી યજ્ઞારંભ કર્યો હોય એમ સંભવે છે. એ રાક્ષસો ભારતવર્ષની જૂની પ્રજા. આર્યોએ વસાહતે કરવી એટલે રાક્ષસની જમીન ઝૂંટવી અને એમને મારી નાખવા કે હાંકી કાઢવા. આથી એમને આ સાથે વેર હોવું સ્વાભાવિક છે, અને તેથી તેઓ વિશ્વામિત્રના યજ્ઞમાં વિઘ નાખે જ. એક કલ્પના આ છે. બીજી કલ્પના એ છે કે ઉપર કહ્યા તેવા રાક્ષસની મેટી વસ્તી લંકામાં હતી. રાવણ એમને રાજા હતો. એ હિંદુસ્તાન ઉપર પણ પિતાનું રાજ્ય સ્થાપવા ઈચ્છતો હતો, અને દેશના ઘણા માણસમાં એણે રાક્ષસોને વસાવ્યા હતા. એ આર્યો ઉપર જુલમ ગુજારતા અને એમને કોઈ પણ ઠેકાણે સુખે રહેવા દેતા નહીં. પણ એમ હોય તે Page #75 -------------------------------------------------------------------------- ________________ રામ રાક્ષસે। મંદ બુદ્ધિના કે શસ્ત્રાદિક સાધન વિનાના નહીં, પણ અત્યંત બુદ્ધિશાળી, અને યુદ્ધકળા તથા યુદ્ધની સામગ્રી બનાવવામાં અને માયાવી ( જાદુઈયાંત્રિક) વિદ્યામાં કુશળ હતા. રાક્ષસ અને અસુરમાં ભેદ છે. અસુર એટલે સામાન્ય માણસ જેવે! માણુસ જ; પણુ અતિશય કામી, ક્રાધી, લેબી, અન્યાયી, નિય, સ્વાર્થ માટે પારકાનું સર્વસ્વ નાશ કરતાં ન અચકાનાર. રાક્ષસ એ સિંહ-વાધ જેવા વનચર બળવાન મનુષ્ય; અસુર એટલે સદ્ગુણુ રહિત મનુષ્ય. અસુર તે મનુષ્યત્વના શત્રુ. અને રાક્ષસ તે જંગલી માણુસ. રાવણુ પાતે અસુર હતા પણુ રાક્ષસોને વશ કરી એમના રાજા થયા હતા એવી કલ્પના છે. છતાં ઘણી વાર એ શબ્દો અભેદપણે વપરાય છે. નોંધ ૨૭: શવ ધનુષ્ય - એટલે શિવે આપેલું ધનુષ્ય, કે ધનુષ્યના કોઈ પ્રકારનું નામ ? જેમ બનાવનાર ઉપરથી દૂકાનાં નામ પડે છે તેમ? શંકાનું કારણુ એ કે રામાયણમાં બે વાર રામને વૈષ્ણવી ધનુષ્ય મળ્યાની વાત આવે છે. એ શેવ કરતાં વધારે જમરું ગણાતું, અને લંકાના યુદ્ધમાં રામે એને જ ઉપયાગ કર્યા હાય એમ લાગે છે. એ પણુ કાઇક ખાસ પ્રકારનું ધનુષ્ય હોય એમ સંભવ છે. નોંધ ૩૭: તપશ્ચર્યા — એટલે શરીર શાષવું, નિરાહાર રહેવું, વાયુ ભક્ષણ કરી રહેવું એમ નહીં, પણુ પેાતાનું ધ્યેય પાર પાડવા માટે બીજી સર્વ ક્રિયાઓ છોડી દઈ, ધ્યેયનું અને એને પાર પાડવાનાં સાધનેનું જ અનન્યપણે ચિંતન કરવું તે. એ તપશ્ચર્યામાં યાગ્ય ગુરુનું સેવન આવી જાય. આગળ ઉપર મંત્રસિદ્ધિમાં લોકેાની શ્રા વધતી ગઈ ત્યારે ગુરુના મંત્રનું અનુષ્ઠાન, અથવા દેવની ઉપાસના પશુ તપશ્ચર્યાંમાં સમાયાં, અનન્ય ઉપાસના અથવા ચિંતનમાં ઇન્દ્રિયાન સંયમ અને વિષયેાના ત્યાગ તા આવશ્યક હાય જ; પણ જેમ જેમ સાધક ઉપાસનામાં લીન થતા ાય, તેમ તેમ સ્વાભાવિકપણે ચારેક Page #76 -------------------------------------------------------------------------- ________________ ધ એવી સ્થિતિ આવે કે જે સમયે ખાવાપીવાનું ભાન ન રહે અને ટાઢતડકા તરફ દુર્લક્ષ થાય. એવા એકાગ્ર ચિંતનમાંથી સંકલ્પાની સિદ્ધિ સર્વત્ર થાય છે. એ ભૂલી ગયા ત્યારે જબરદસ્તીથી છેડેલા આહાર અને સહન કરેલાં ટાઢતડકો તપશ્ચર્યારૂપે મનાયાં. એકાગ્રપણે વિચાર, વિવેક, ચિંતન એ જ શ્રેષ્ઠ તપ છે. એ ચિંતન દેહભાન ભુલાવે તો તે ઈષ્ટ જ છે. ગીતા અ. ૧૭, શ્લ. ૧૪ થી ૧૬માં ત્રણ પ્રકારનું તપ કર્યું છે તે વિચારવું. યુદ્ધ કાર્ડ નોંધ ૪ થી: વિભીષણનું આવી મળવું – “ઘર દૂર ઘર જાય” એ કહેવત ખરી, અને વિભીષણના ઉપર બન્ધદ્રોહનો આરોપ પણ મૂકવામાં આવે છે. પણ જે એક માણસને પિતાના ભાઈને પક્ષ અન્યાયયુકત લાગતો હોય અને તેને વારવાના પ્રયત્ન નિષ્ફળ જાય છે એનું કર્તવ્ય શું? અન્યાયી પક્ષ સાથે કામ કરવું એ ચિત્તની ચોખ્ખી અપ્રામાણિકતા જ થાય. તટસ્થ રહેવું તેમાં પણ ચિત્તની અપ્રામાણિક્તા છે જ. સત્યને – ન્યાયને પક્ષ લેવો એ પુરુષાથી અને ધર્મનિષ્ઠ મનુષ્યનું લક્ષણ છે. અસત્ય અને અન્યાયને વિરોધ કરવાથી અથવા અસહકાર કરવાથી મનુષ્યનું પૂર્ણ કર્તવ્ય બજાવાઈ જતું નથી. આ કાળમાં યુદ્ધ એ જ ન્યાય પ્રાપ્ત કરવાનો માર્ગ રહેલે હાઈ સમાજે એ માર્ગને ધર્મ ગણેલે હતું, અને એ સંજોગોમાં વિભીષણે ન્યાયપક્ષને વધારેમાં વધારે મદદ કરવી એટલે રામને જ મદદ કરવાની હોય. એથી બધુદ્રોહ થાય તે એ નિરુપાય ગણાય. વિભીષણ રાજ્યભથી રામને આવી મળે એવું ગૃહીત કરી લેવામાં આવે છે, ત્યારે વિષણુને બધુદ્રોહ અન્ય રૂપે ભાસે છે. કેવળ શુદ્ધ ન્યાયપ્રિયતા મનુષ્યમાં હોઈ જ ન શકે એમ માનીને Page #77 -------------------------------------------------------------------------- ________________ રામ આપણે વિભીષણને દોષિત ઠરાવીએ છીએ. વિભીષણ રાજ્યભથી રામને જઈ મને કે સત્યને માટે જઈ મળ્યો, તે ઉપર એનું કૃત્ય યોગ્ય હતું કે અમેગ્ય એને આધાર છે. ઉત્તરકાર્ડ નોંધ પ મી : સત્કીતિ–રામે ભાઈઓને જે શબ્દો કહ્યા, તેમ જ સીતાએ રામને જે સંદેશ મોકલ્યો તે બન્નેમાં સીતાના ત્યાગનું એક જ કારણ આપવામાં આવ્યું છે – રામની સકીર્તિનું રક્ષણ. સત્કીર્તિની અભિલાષા ગમે તેટલી ઉચ્ચ હેય, છતાં જો કોઈ નિર્દોષ વ્યક્તિને અન્યાય કરવાથી જ સીર્તિનું રક્ષણ થતું હોય તે તે સકીર્તિની રક્ષા યોગ્ય ન ગણાય. રામે કહ્યું કે સત્કાતિ માટે એ ભાઈઓનો ત્યાગ કરે તે સ્ત્રીની તે શી જ વાત ! ઉત્તરકાર્ડ લખાય તે વખતે સમાજમાં સ્ત્રી જાતિ પ્રત્યે આદર ઘટી ગયે હશે, તેમ જ તેમાં સારા ગણવા માટે ગમે તે અન્યાય કરી શકાય એવી ભાવના વધી હશે એમ જણાય છે. આ કાર્ડ ભારતવર્ષની સંસ્કૃતિ ઝાંખી પડવા માંડી ત્યાર પછી લખાયે હવે જોઈએ એમ ચોખું માલૂમ પડે છે. સીતાએ પિતા પ્રત્યેનો અન્યાય સહન કરી લીધે, એમ છતાં રામ પ્રત્યે ભક્તિ રાખી એ પતિવ્રત ભાવનાની અઘટિત પુષ્ટિ કરવાના જે પાછળથી પ્રયત્ન થયા છે તે પૈકીને છે. નેધ ૬ ઠ્ઠી : નારદ– પરમ ભાગવત નારદના નામની આજુબાજુ કેટલાયે પ્રકારની સારીનરસી કથાઓ જોડી દેવામાં આવી છે. અહીં શકને તપને અધિકાર નથી એવું પ્રતિપાદન કરતા અને ભાગવતમાં વસુદેવનાં બાળકોને વધ કરવા કંસને પ્રેરતા જેને જણાવ્યા છે, તે જ નારદ વાલ્મીકિ જેવા લૂંટારાના અને દૈત્યપુત્ર અલ્લાદના તારક હતા એમ પણ પુરાણમાં કહ્યું છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ નેધ નારદ વિષેની અનેક પૌરાણિક કથાઓ વિચારતાં મને એમ લાગ્યું છે કે ઘણીખરી જગ્યાએ નારદરૂપે મનુષ્યના મનનું જ વર્ણન કરેલું છે. માણસનું મન જ કલહ કરાવવાવાળું છે. એ સારા વિચારે પણ ઉત્પન્ન કરે છે અને દુષ્ટ વિચારે પણ ઉપજાવે છે. એ જ શંકાઓ કાઢે છે, બિવડાવે છે અને હિંમત આપે છે. તપથી અધર્મને પગ પૃથ્વી ઉપર પડી જ કેમ શકે એવી શંકા ઊપજવાનો સંભવ છે. તપને હેતુ તે સત્યની શોધ કરવાને જ હોવો જોઈએ. તેને બદલે જ્યારે મલિન આશય સિદ્ધ કરવા, બીજાને પીડવા કે સાંસારિક સુખ, બળ ઈત્યાદિ માટે તપ કરવામાં આવે ત્યારે તપને અર્થ પણ ફેરવાય, પ્રકાર પણ બદલાય અને એ અધર્મને પિષક પણ થાય. પિતાને કેઈક સંકલ્પ સિદ્ધ કરવા માટે એકાગ્ર ચિત્તે જે જે ઉપાયો ભેજવામાં આવે એ સર્વેનું નામ તપ. ગીતાના અ. ૧૭, લે. ૧૭ થી ૧૯માં સાત્વિક, રાજસ અને તામસ તપનું વિવેચન છે તે જોવું. સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણોમાંથી એક કે બેની પ્રધાનતા પરથી મનુષ્યના ચાર વર્ષે સ્વાભાવિકપણે પડ્યા છે એવી આપણી માન્યતા છે. તે પ્રમાણે સર્વપ્રધાન મનુષ્ય તે બ્રાહ્મણ, સ–રજ–પ્રધાન ક્ષત્રિય, રજ–તમ–પ્રધાન વૈશ્ય અને તમસ... પ્રધાન તે શુદ્ધ. કોઈ તમ–પ્રધાન મનુષ્ય મલિન આશયથી તપ કરતે હેય તેને પ્રજા રક્ષણાર્થે રાજાએ અટકાવવો જોઈએ; નહીં તે અધર્મ વધે એમ આ કથાનું તાત્પર્ય હોવાનો સંભવ છે. પણ જે રીતે આ વાત મંડાઈ છે તે કઈ રીતે માન્ય રાખવા જેવી નથી. વર્ણગર્વ અને નીચ મનાયેલા વર્ગોને દબાયેલા રાખવાની વૃત્તિ એમાં ખુલી રીતે જણાઈ આવે છે. બીજા કાર્યોમાં આવા પ્રસંગે નથી એ જ આ કાર્ડ પાછળથી લખાયાનું સ્પષ્ટ ચિહ્ન છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ રામ તપના અધિકારને સિદ્ધાન્ત -– આ દલીલ વજૂદ વિનાની છે એમ નહીં કહી શકાય. જેટલાં ગુરૂગમ જ્ઞાન છે તેમાં જિજ્ઞાસુને અધિકાર તપાસવાની પ્રથા આપણુ દેશમાં પ્રાચીન કાળથી ચાલી આવી છે. અધિકાર તપાસવામાં બે દષ્ટિઓ હતી. શિષ્યની ચિત્તશુદ્ધિ અને બુદ્ધિ. પિતે સંપાદન કરેલી વિદ્યાને દુરુપયોગ ન કરે એટલા શુદ્ધ અંતઃકરણવાળો શિષ્ય છે કે નહીં એની તપાસ કરવામાં ગુર અત્યંત કાળજી લેતા. એ દૃષ્ટિએ અધિકારી શિષ્ય ન મળે તે પિતાની વિદ્યા પિતાની સાથે જ મરી જાય એ બહેતર, પણ અશુદ્ધ હૃદયના માણસને જ્ઞાન ન જ આપવું એવો આગ્રહ રખાતે. વિદ્યા જગતના કલ્યાણાર્થે છે, ઉશ્કેદાર્થો નહીં. ગુરુની ગફલતીને લીધે એ વિદ્યા શિષ્યને પ્રાપ્ત થવાથી જે લોકનું અહિત થાય છે તેનું પ્રાયશ્ચિત્ત ગુરૂને કરવું પડે. અધિકાર તપાસવામાં બીજી દષ્ટિ બુદ્ધિના વિકાસની છે. પણ એ માટે ગુરુને ઓછી ચિંતા રહેતી. બુદ્ધિની સ્થૂળતા વિશેષ મહેનતથી ટાળી શકાય અથવા બુદ્ધિ જેટલી પહોંચી શકે તેટલી જ વિદ્યા શીખવી શકાય. શુદ્ધ ચિત્તની સાથે સૂકમા બુદ્ધિનો સંયોગ એ તે સેનું ને સુગંધ મળ્યા જેવું ગુરુને લાગે. તપન વિધિ બતાવવામાં પણ એ રીતે ગુરુ અધિકાર તપાસે એ યોગ્ય છે. પણ કોઈ પોતે જ પિતાને ગુરુ ન બની શકે એમ કંઈ નથી. અને એકાદ દુષ્ટ આશય સિદ્ધ કરવા પોતાની જ મેળે કોઈ સાધના કરતે હેય, તે એની એ સાધના રાજાએ ચાલવા દેવી કે કેમ એ પ્રશ્ન ઊભો થાય જ. આ કથામાં શબુકના તપનો આશય દુષ્ટ હતો એવું જણાવ્યું નથી, અને એને અનધિકાર કેવળ એની શુદ્ધ જાતિ પર જ કરાવ્યો છે, એટલે આધુનિક દૃષ્ટિએ આ કૃત્ય આપણને વાજબી લાગતું નથી. Page #80 -------------------------------------------------------------------------- ________________ વાંચવાલાયક ૧ મૃળ ગ્રંથ-વાલ્મીકિનું રામાયણ ૨ શ્રી રામચરિત્ર – ચિંતામણિ વિનાયક વૈદ્ય કૃત મૂળ મરાઠી તથા તેને ગૂજરાતી અનુવાદ (ચિત્રશાળા પ્રેસ : પૂના) ૩ સીતાહરણ – (નવજીવન પ્રકાશન – મંદિરઃ અમદાવાદ) Page #81 --------------------------------------------------------------------------  Page #82 -------------------------------------------------------------------------- ________________ โลก Page #83 --------------------------------------------------------------------------  Page #84 -------------------------------------------------------------------------- ________________ ગોકુળપર્વ આશરે ૫૧૦૦ વર્ષ પરના ભારતવાસીઓએ શ્રીકૃષ્ણનું અદ્દભુત જીવન પોતાની નજર સમક્ષ નિહાળ્યું હતું. જોકે અનેક પવિત્ર ગ્રંથોમાં એમના ચરિત્રનું વર્ણન છે, અનેક ભક્તો એમને પોતાની પ્રેમવૃત્તિનું અલૌકિક પાત્ર બનાવી એમની કીતિને ચિરંજીવ રાખી રહ્યા છે; છતાં એ ગાને ઉપર ચમત્કારિક પકેના એવા જબરા થર ચડી ગયા છે કે એ કાવ્યમય અને ગૂઢ ભાષામાંથી સાદે અર્થ કાઢવાનું કામ અતિશય કઠણ થાય છે. અને જુદા જુદા લેખકને એમ કરવા માટે પોતાની કલ્પનાશક્તિને જ બહુધા ઉપગ કરે પડ્યો છે. શ્રીકૃષ્ણ વિષે જે કાંઈ વાંચવા, સાંભળવા કે ગાવામાં આવે છે, તેમાંની કેટલીક વાતો સાચી તરીકે માની શકાય એવી નથી, કેટલીક જે સાચી જ હોય છે તે શ્રીકૃષ્ણને આદર્શ પુરુષ તરીકે હલકા પાડે છે. શ્રીકૃષ્ણને પરમેશ્વરને અવતાર ઠરાવવાની ઈચ્છાવાળા ભક્તિમાગી કવિઓએ શ્રીકૃષ્ણના ચરિત્રમાં એટલી બધી નવી વાતે ઉમેરી દીધી છે કે શ્રીકૃષ્ણચરિત્ર ગીચ જંગલ બની ગયું છે. શ્રી ચિંતામણિ વિનાયક વૈદ્ય તથા શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના ગ્રંથો પરથી જિજ્ઞાસુ વાચક એની ચર્ચા મેળવી શકશે. અહીં એ ચર્ચામાં હું ઊતર્યો નથી, પણ એ ગ્રંથોને આધારે શ્રીકૃષ્ણનું વંદનીય નિર્દોષ અને ક્ષમ્ય ચરિત્ર જેટલું ગણી શકાય તેટલું જ આલેખ્યું છે. એ સિવાયનાં ચરિત્રો Page #85 -------------------------------------------------------------------------- ________________ }¢ કૃષ્ણ સાચાં ન હોય એમ એકંદર સમાલેાચનાથી જણાય છે; પણ સાચાં જ છે એમ ઠરે તેા શ્રીકૃષ્ણની આદર્શ પુરુષ તરીકે એછી કિંમત થાય એ કબુલ કરવું જોઈ એ. માતાપિતા ૨. કૃષ્ણના પિતા વસુદેવ યદુવંશી ક્ષત્રિય હતા. તે મથુરાની પાસેની કેટલીક જમીનના માલિક હોય એમ લાગે છે. ગાયે એ યાદવેાનું મુખ્ય ધન હતું. વસુદેવ પાસે પણ પુષ્કળ ગાયા હતી. ઠરાવેલુ દાણુ લઈ એ ગાયે આહિરાને સોંપવામાં આવતી. આથી આહિરોનાં ઘણાં કુટુંબ ( ત્રો) મથુરાની આસપાસ રહેતાં. વસુદેવ એક શૂર યાદ્ધા અને ન્યાયપ્રિય પુરુષ હતા. એમની ધર્મનિષ્ઠાને લીધે સર્વે યાદવા એમને પૂજ્ય ગણતા. રાહિણી અને દેવકી નામે એમને બે પત્નીઓ હતા. દેવકીએ મથુરાના રાજા ઉગ્રસેનની ભત્રીજી થતી હતી. પુસ ૩. ઉગ્રસેનના મેટા પુત્રનું નામ કંસ હતું. એ રાજ્યને અતિ લાભી હતા. પિતાના મરણ સુધી વાટ જોવાની એનામાં ધીરજ નહાતી. એ મગધ (દક્ષિણ બિહાર) ના રાજા જરાસંધની એ દીકરી સાથે પરણ્યા હતા. જરાસંધ તે વખતના સૌથી અળવાન રાજા હતા; તેથી કંસને એની મદદની હૂંફ હતી. વળી જરાસંધને સાČભૌમ થવાની મહત્ત્વાકાંક્ષા હતી; એટલે કંસને રાજ્ય અપાવવામાં એને સ્વાર્થ પણ રહેલે હતે. જતે દહાડે કો પોતાના આપને કેદ કરી એનું રાજ્ય પચાવી લીધું. યાદવાને આ વાત પસંદ પડે એમ નહેાતું, Page #86 -------------------------------------------------------------------------- ________________ S ગોકુળપર્વ તેથી એણે યાદવને પડવા માંડ્યા. જે કઈ એની સામે માથું ઉપાડે એવા એને લાગ્યા, તેના ઉપર જુલમ કરવા માંડ્યો. વસુદેવ-દેવકીને પણ એણે નજરકેદ જેવાં રાખ્યાં હોય એમ લાગે છે. વસુદેવને પોતાની સ્ત્રી રોહિણીને પોતાના મિત્ર નંદ ગેપને ત્યાં સંતાડી રાખવી પડી. ૪. જુલમી માણસ બીજા બળવાન પુરુષથી બીએ છે; પણ એથીયે વધારે બીક તે એને સત્યનિષ્ઠ પુરુષની કંસને જુલમ ૬ ય લાગે છે. એનું કારણ એ છે કે બીજા બળ * વાનની સામે એ સામ, દાન વગેરે ઉપાય વડે પહોંચી વળી શકે એવી એને ખાતરી હોય છે, પણ સત્યનિક પુરુષને જીતવા તે એને પોતાને સત્યનિષ્ઠ થયે જ છૂટકે અને એવા થવાની એની તૈયારી ન હોવાથી તેની આગળ એનાં શસ્ત્ર હેઠાં પડે છે. સત્યનિષ્ઠ પુરુષને મારી નાખવાની એની એકાએક હિંમત થતી નથી, કારણ કે જાલિમને પણ ન્યાય અને ધર્મને બાહ્ય વેષ બતાવવાની ઘણી વાર ફરજ પડે છે, અને નિઃસ્વાથી સત્યનિષ્ઠ પુરુષ ઉપર કંઈ પણ આળ ચડાવવું એને કઠણ થઈ પડે છે. એ ન્યાયે વસુદેવ-દેવકીને નજરકેદ કરવા ઉપરાંત બીજું કશું કરવાની કસની છાતી ચાલી નહીં. બીજા યાદ અનેક રીતે એના ભેગા થઈ પડ્યા. કેટલાક નાસી છૂટ્યા, કેટલાકે અનુકૂળ સમય આવે ત્યાં સુધી પોતાને અણગમે છુપાવી રાખે અને કેટલાકે નવીન પ્રદેશમાં પરાક્રમ કરી સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યાં. Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉ૦. ૫. વસુદેવ-દેવકીને મારવાની કંસની હિંમત નહોતી, પણ એની ખૂની છરી એમનાં બાળકોને મારતાં અચકાતી જુલમીના વહેમ નહતી. જાલિમે અનેક રીતે દુષ્ટ હોય છે, આ ધર્માધર્મના વિચારથી શૂન્ય હોય છે, તેઓ અકારણ વૈરી, અને દુષ્ટ કર્મો કરતાં ક્ષણભર પણ આંચકે ન ખાનારા હોય છે; પરંતુ વહેમ વિનાના હોય છે એમ કંઈ નથી. જગતને અનીશ્વર અને કેવળ પોતાની પાપી વાસનાઓને તૃત કરવાના સાધનરૂપ માનતા છતાં એમના હૃદયમાં કેઈ એક એવી નિબળતા રહી હોય છે કે એ નિર્બળતા એમને કોઈ નજીવા શકુન ઉપર કે કોઈ મુદ્ર દેવદેવીના વર ઉપર અથવા કેઈ નજીવી વિધિને બરાબર પાલન ઉપર અપાર શ્રદ્ધા રખાવે છે. જે મોટાં મોટાં સૈન્યથી ડરતા નથી, ગમે તેની સાથે દ્વિ યુદ્ધ કરવામાં પાછી પાની કરતા નથી, સિંહ અને સર્પ સામે થવાથી બીતા નથી, તે એક છીંકન અપશુકનથી, ભૂતના આભાસથી, બિહામણું સ્વપ્નથી, જેશીના જોશથી કે હૃદયમાં સંભળાયેલી અણધારી આકાશવાણું કે ભડકથી એવા નાહિંમત થઈ જાય છે કે કોઈ પણ રીતે તે એ વિષયમાં શ્રદ્ધાવાન અને નિશ્ચિત થઈ શકતા નથી. ૬. કંસે પણ એવી એક આકાશવાણી સાંભળી હતી. દેવકીને આઠમે ગર્ભ પોતાને નાશ કરશે, એવે તેને દેવકી-પુત્રને વહેમ ભરાયે હતો, અને તેથી સર્વે ડરપોક નાશ માણસે કરે છે, તેમ એણે દેવકીનાં બાળકોને ૧. જુઓ પાછળ નોંધ ૧લી Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૧ અળરામ ગોકુળપર્વ જન્મતાં જ મારી નાખવા માંડ્યાં. આઠમે ગર્ભ કર્યો એ ગણવામાં કદાચ ભૂલ થાય, આઠમું બાળક મરે પણ બીજાં જીવતાં રહે તો કદાચ એ પણ બાપને કનડવા અને ભાઈને મારી નાખવા માટે એના ઉપર વેર વાળે, કદાચ એ યાદવેના નેતા થાય, એવી ધાસ્તીથી એણે વસુદેવના એક પણ બાળકને જીવતું ન રાખવાનો નિશ્ચય કર્યો. આ રીતે એણે દેવકીના છ પુત્રોને અંત આયે. ૭. રેહિણીના ગર્ભના પણ એ જ હાલ થાય, એ ધાસ્તીથી એને દહાડા રહેતાં જ વસુદેવે એને નંદને ત્યાં 2 મોકલવાની પેરવી કરી દીધી. ત્યાં એને ઊજળે ધ જે પુત્ર થયા. એનું નામ રામ પાડ્યું. પાછળથી એને અતિશય બળથી એ બળરામ અથવા બળદેવને નામે ઓળખાયા. દેવકીને સાતમે ગર્ભ ગળી પડ્યો. આગળ જતાં દેવકીને આઠમી વાર ગર્ભ રહ્યો. આ બાળકને ખસૂસ કરીને મારવાને જેમ કંસ તલપી રહ્યો હતે, તેમ એને કોઈ પણ રીતે બચાવી લેવાની વસુદેવ-દેવકીને પણ તીવ્ર અભિલાષા હતી. વેગ એ બન્યું કે આઠમે મહિને જ દેવકીને પ્રસવવેદના શરૂ થઈ. એ સમય શ્રાવણ વદિ આઠમની મધરાતને હતે. વરસાદ જોરથી પડતું હતું. પ્રસૂતિકાળને હજુ ઘણું દિવસની વાર છે એવું લાગતું હવાથી ચોકીદારે ઘેર નિદ્રામાં પડ્યા હતા. આવે સુગે દેવકીએ પુત્રને પ્રસ. ચતુર વસુદેવે તરત જ પુત્રને ઉપાડી કૃષ્ણજન્મ , લીધેઅને ચેકીદારની ઊંઘને તથા વરસાદના ઘોંઘાટને લાભ લઈ નદી ઊતરી, સામે કાંઠે Page #89 -------------------------------------------------------------------------- ________________ કૃષણ નદના વ્રજ તરફ પ્રયાણ કર્યું. ગ્રંથા પ્રમાણે તે જ વખતે નંદની સ્ત્રી યશેાદાએ પણ એક પુત્રીને જન્મ આપ્યા હતા. યશાદા મૂર્ચ્છિત અવસ્થામાં હતી. વસુદેવે છાનામાના યશેાદાની શય્યા પાસે જઈ, કરાને મૂકી કરીને ઉપાડી લીધી અને પાછા દેવકી પાસે હાજર થયા.૧ બાળકાની અદલાબદલીની વાત વસુદેવ-દેવકી સિવાય ખીજા કોઈ એ જાણી નહી. છેકરીએ રડવા માંડ્યુ, એટલામાં કદાચ રાત્રિ પણ લગભગ પૂરી થઈ હશે, એટલે ચાકીદારો જાગી ઊઠયા અને કૌંસને પ્રસૃતિના સમાચાર કહ્યા. આટલી છોકરીને જીવતી રાખ, એમ દેવકીએ ભાઈને આજી કરી, પણ કઠોર હૃદય ઉપર એની કશી અસર થઈ નહિ; અને એક શિલા ઉપર પછાડી એણે બાળકીના પ્રાણ લીધે. અત્યાર સુધી એણે છ ખાળહત્યા કરી હતી. જોકે હૃદયને નિષ્ઠુર બનાવી એણે એ બાળાને પણ મારી ખરી; પરંતુ આ તે ક્રૂરતાની હદ થઈ એમ એનું પાપી હૃદય પણ એને કહેવા લાગ્યું. એ વિષેના કાંઈક પશ્ચાત્તાપથી એણે પાછળથી વસુદેવ-દેવકીને કેદખાનામાંથી છેડયાં અને એમનું કાંઇક માન પણ રાખવા લાગ્યું. ७२ ૧. શ્રી અંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છેકરાંઓની આ પ્રમાણેની અદલાબદલીની વાત માનતા નથી. વસુદેવે કૃષ્ણને અત્યંત બાળપણામાં નને ત્યાં સતાડી રાખ્યા એટલું જ આ કથા ઉપરથી ખાતરીપૂર્વક કહી શકાય એમ એ માને છે. વસુદેવ પુત્રીને ચરી શકે એ વાત અસંભવિત લાગે છે જ. પન્નાના જેવી સ્વામીભક્ત નદ-યશોદાએ બતાવી હોય એ અસંભવત નથી, પણુ એમ કલ્પના કરવાને કઈ આધાર નથી. Page #90 -------------------------------------------------------------------------- ________________ ગોકુળપર્વ ૮. યશોદાને પુત્ર પ્રસ એવી વાત સવાર પડતાં જ આખા વ્રજમાં ફેલાઈ ગઈ. ઘરડી ઉંમરે ગેપના મુખી શિશુ-અવસ્થા Sા નંદને ત્યાં પુત્ર અવતર્યો જાણે વ્રજમાં ઘેરઘેર આનંદ ફેલાઈ ગયે. ગોવાળણુઓ હર્ષભેર વધામણ લાવી ગીત ગાવા લાગી. આ પુત્ર રામના જે ઊજળે નહેતા, પણ શ્યામ હતું. એના રંગ ઉપરથી એનું નામ કૃષ્ણ પાડ્યું. એ પણ રામના જે જ મને હર ગાત્રેવાળ હતા. દુનિયામાં કઈ બાળક એવું અવતર્યું નથી કે જે એનાં માબાપ અને આડેશીપાડોશીને કાંઈ વિશેષ લક્ષણોવાળું લાગ્યું ન હોય. પિતાનું કરું કાંઈ બીજા જ પ્રકારનું છે, એનું તેફાન, બુદ્ધિ, ડહાપણ, સગુણ બકરાં માત્રથી જુદાં પડે છે, એવું ન લાગ્યું હોય એવી માતા પૃથ્વીતળ ઉપર ભાગ્યે જ થઈ હશે. તેમાં વળી એ બાળક મેટપણે નામ કાઢે, એટલે તે એના બાલ્યજીવનના બારીક પ્રસંગે પણ અદ્ભુત થઈ જાય છે અને એની સ્મૃતિઓ આનંદદાયી થાય છે. તેમાંયે આ બાળક વિશેષ લાગે એમાં નવાઈ નહોતી. એ ગોમાં ઊછરતા હોવાથી સર્વ તેમને ગેપકુમાર માનતા અને એ પોતે પણ પિતાના ક્ષાત્રવંશને જાણતા નહોતા, છતાં અગ્નિને લાકડાની પેટીમાં કેવી રીતે સંતાડી શકાય? તેમ કાળી કામળીમાં આ ભાઈઓનું ક્ષાત્રતેજ પણ ઢાંકયું રહ્યું નહીં. નાનપણથી જ એમની બુદ્ધિમત્તા અને સાહસિક વૃત્તિ એમની રમતમાં જણાઈ આવતી. છાશની દેણ ફેડવામાં, સીકો પરથી માખણ ચારવામાં, વાછરડાને છોડી મૂકવામાં, એમની પછડી Page #91 -------------------------------------------------------------------------- ________________ 9૪ કૃણ પકડી એમને આમથી તેમ ફેરવવામાં, એ કેવળ પોતાની રજોગુણ ક્ષત્રિય વૃત્તિનું દર્શન કરાવતા હતા. પિતાના માનતા મુખીને છોકરા, સૌન્દર્યના ભંડાર અને પોતાનાં તેફાનથી -જબરીથી બધાનું ધ્યાન ખેંચી રાખનાર, રામકૃષ્ણના ઉપર બાળકપ્રેમી ગેપીએ ઘેલી થવા લાગી. સરખી ઉંમરના છોકરાઓમાં એ સહજ જ “વડા ગોવાળિયા” થયા. જંગલમાં રહેનાર લોકો ઉપર અનેક જાતના નૈસર્ગિક ઉપદ્રા આવી પડે છે. ગામ ઉપર મોટા વટાળિયા ફરી વળવા, મદેન્મત્ત ગેધાનું વીફરવું, અજગર, ધાપદ વગેરેને ઉપદ્રવ થવા ઈત્યાદિ અકસ્માતે કૃષ્ણને પણ થયા. પણ તે સર્વેમાંથી એ બચ્યા. જેમ જેમ એના ઉપર પ્રકૃતિને કેપ થતું અને એ તેમાંથી સહીસલામત પાર પડતા, તેમ તેમ વ્રજવાસીએને આશ્ચર્ય થતું. અકસ્માતે કઈ અસુર તરફથી થાય છે એવી એમની માન્યતા થાય એ સ્વાભાવિક હતું. એમાંથી બચી જનાર એ કોઈ દેવ અથવા પરમેશ્વર છે એમ એમને લાગતું હોય એમ કવિએ વર્ણવ્યું છે. નાનામોટા સર્વને કૃષ્ણ ઉપરને પ્રેમ એની મેહક મૂતિ તથા પરાક્રમી તોફાની અને વિનેદી સ્વભાવને લીધે જ કેવળ ન રહેતાં, ધીમે ધીમે આદરનું અને ભક્તિનું સ્વરૂપ પકડવા લાગ્યું. તેમાં કૃષ્ણની પપકારિતા પણ કારણભૂત હતી જ. ૯. જેમ શિશુકાળમાં માખણ ચરવામાં, ગેરસની માટલી ફેડવામાં, પાણીનું બેડું કાણું કરવામાં કૃષ્ણની પહેલ, તેમ જ કૌમારાવસ્થામાં છાશ લેવવામાં, વાછરડાં ચારવામાં, છેવાયેલાં જાનવર બળી કૌમાર Page #92 -------------------------------------------------------------------------- ________________ ગોકુળપવ 94 કાઢવામાં, ગેપકુમારાની સંભાળ લેવામાં, એમના ઉપર કોઈ પણ ભયના પ્રસંગ આવી પડતાં ભયમાં પોતે ઝંપલાવી એમને બચાવી લેવામાં પણ એની પહેલ જ રહેતી. ૧૦, જેમ જેમ ભાઈ આની ઉંમર વધતી ગઈ તેમ તેમ રામ-કૃષ્ણનાં બુદ્ધિ અને મળ પણુ વધતાં ગયાં, અને એ બન્નેના ઘરડા ગેપોનેયે સારા ઉપયાગ થતા ગયા. જેમ જેમ એમનુ ખળ વધતું ગયું તેમ તેમ એમની અને પોગડાવસ્થા વિશેષે કરીને કૃષ્ણની પરદુઃખભ ંજનતા પણુ વધવા લાગી. એમણે પોતાની જ શક્તિથી એ વાર ગેાપોને દાવાનળમાંથી બચાવ્યા, અતિવૃષ્ટિમાંથી રક્ષણ કર્યું. કાલિનાગનું દમન કરી યમુનાને નિવિધ કરી, જંગલી ગધેડાઓને નાશ કરી વનને ભયરહિત કર્યું. વળી એમને પ્રેમળ સ્વભાવ પણ દિવસે દિવસે વિકાસ પામતા ગયે. એમની મધુર મારલીમાંથી નીકળતા સ્નેહરસ ગાયાને પણ સ્થિર કરી દેતા. એમના રાસામાં અદ્ભુત આનંદરસ પ્રગટી નીકળતા. કૃષ્ણની પવિત્ર પ્રેમળતાથી ગેપકૃષ્ણભક્તિ ગેાપીઓનાં ચિત્ત એવાં ખેંચાયાં કે એમને માટે સંસારરસ ખારો થઈ ગયા. પડતીના કાળમાં જ્યારે આપણા દેશમાં ભાવનાઓને શુદ્ધ વિકાસ થતા અટકી પડયો, અને એનું પાવિત્ર્ય સમજવાની આપણી શક્તિ એટલી ક્ષીણ થઈ ગઈ કે કાઈ પણ ઠેકાણે સ્ત્રીપુરુષ વચ્ચે પરિચય દેખાતાં જ એમાં આપણને અપવિત્રતાની જ ગંધ આવવા લાગી, તે સમયમાં કૃષ્ણ પ્રતિની આ અત્યંત સ્વાભાવિક પ્રેમભક્તિની કથાએ આપણા દેશમાં વિકૃત સ્વરૃપને આદર્શ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬ કૃણ મનાવવાનું સાહસ ભક્તોએ ખેડયું. જ્યારે કૃષ્ણના નિર્દોષ ચારિત્રને જારરૂપે અનુવાદ થયે તે વખતે આપણે દેશની સામાજિક દશા કેવી હશે તેને જ ખ્યાલ કરે ગ્ય છે. યદાનંદનના ચારિત્ર્ય વિષે એ ઉપરથી અનુમાન બાંધવું એ સાહસ ગણાય. ૧૧. કૃષ્ણમાં કેવળ ભાવનાને ઉત્કર્ષ નહોતે, કેવળ બુદ્ધિકૌશલ્ય અને શારીરિક બળ નહતાં, પણ એમની સદસવિવેકબુદ્ધિ પણ જાગ્રત હતી. એ કૃષ્ણને સર્વાગી સમજણે થયે ત્યારથી જ એમને ધર્મ અને વિકાસ અધર્મને વિચાર રહેતા. ઇંદ્રની શા માટે પૂજા કરવી જોઈએ, એવી એને બાળપણથી જ શંકા થઈ ગેપોનાં જીવનને આધાર ગાયે અને ગવર્ધન છે. મઘ કાંઈ ગેપ માટે વરસતું નથી, તેમ ગેપોના બલિદાનથી વરસાદ વધી-ઘટી શકતું નથી, પણ ગાની પવિત્રતા સમજવામાં અને જેને આધારે પોતાને નિર્વાહ બરાબર ચાલે છે તેની પૂજ્યતા જાણવામાં તેમની સમૃદ્ધિને આધાર છે. આવા કાંઈક વિચારથી એમણે ઇંદ્રપૂજા બંધ કરાવી અને ગાય તથા ગોવર્ધનની પૂજા ચલાવી. ( ૧૨. આવી રીતે રામ-કૃષ્ણનાં ૧૭-૧૮ વર્ષ કુળમાં વીત્યાં. ઊંચાં શરીર અને મજબૂત સ્નાયુવાળા તથા મલ્લયવનપ્રવેશ શુદ્ધમાં પ્રવીણ એવા બે ભાઈઓની જોડી વેત અને કાળા હાથીના જેવી શોભતી. હતી. એમનાં બળ અને પરાક્રમની વાતે ચોમેર પ્રસિદ્ધ થઈ ગઈ. કંસે પણ એમને વિષે વાતે સાંભળી. વસુદેવે Page #94 -------------------------------------------------------------------------- ________________ ગોકુળપર્વ સગર્ભ રોહિણીને નંદને ત્યાં મોકલી આપી હતી એમ એને ખબર પડી. કૃષ્ણ પણ વસુદેવને પુત્ર ન હોય એવી એને શંકા થઈ. એ શંકા એણે એક વાર ભરસભામાં જાહેર કસની શંકા કરીને વસુદેવને તેછડાં વચન સંભળાવ્યાં. વસુદેવે કશે જવાબ વાળે નહીં એટલે એની ખાતરી જ થઈ ગઈ. પણ એણે હવે બાહ્ય ઓળ બદલ્ય. ભાણેજને જોવા એને પ્રેમ ઊભરાઈ આવ્યું. એમની મલ્લયુદ્ધની નિપુણતા જેવા એ ઉત્સુક થયું. એણે એક મોટે અખાડે રચવા આજ્ઞા કરી. મુષ્ટિક અને ચાણુર નામે એના બે બળવાન મલ્લ હતા, તેની જોડે મલ્લયુદ્ધ કરવા એણે રામ-કૃષ્ણને આમંત્રણ મોકલવાનું ઠરાવ્યું. ૧૩. એક બાજુથી કંસે મલ્લયુદ્ધના અખાડાની તૈયારી કરાવી, પણ બીજી બાજુથી એણે રામ અને કૃષ્ણ મથુરા .. આવે તે પહેલાં જ એમનું કાસળ કાઢવાની * યુક્તિ રચી. એણે કૃષ્ણને ઠાર મારવા માટે પોતાના ભાઈ કેશીને ગેકુળ મેક. કૃષ્ણ ગાયે ચારતા હતા ત્યાં એક જબરદસ્ત ઘડા ઉપર બેસી કેશી કૃષ્ણની સામે ધ. બીજા ગેપોએ કૃષ્ણને ભયસૂચક ચેતવણી આપી. ઘેડે બેધડક કૃષ્ણ ઉપર ધસી આવ્યો, પરંતુ કૃષ્ણ જરા પણ ગભરાયા વિના સ્થિર ઊભા રહ્યા. ઘડાએ જેવી કૃષ્ણને બચકું ભરવા ગરદન લંબાવી કે તરત જ કૃષ્ણ એના લમણા ઉપર એવા જોરથી મુકકી મારી કે ઘેડાના દાંત ઊખડી પડ્યા. આથી ચિડાઈને ઘેડાએ કૃષ્ણને લાત મારવા પાછલા પગ ઊંચકયા. તરત જ કૃષ્ણ એ પગ પકડી લઈ Page #95 -------------------------------------------------------------------------- ________________ અથાણસને કૃણ ઘેડાને એવા જોરથી ઉછા કે એ ધડિંગ દઈને નીચે પડ્યો અને સાથે કેશીને પણ પછાડ્યો. કેશી જમીન પર પડતાં જ યમદ્વાર પહોંચે અને ઘેડે પણ થોડાં તરફડિયાં ખાઈ એ જ માગે ગયે. આ સમાચાર સાંભળી કંસના તે હોશકેશ જ ઊડી ગયા. એ ભૂખ, તરસ ને ઊંઘ ખોઈ બેઠે. એનું હૃદય એને ડંખવા લાગ્યું. ચિંતાથી એ ઘરડા જેવો થઈ ગયે. જાગતાં અને સ્વપ્નમાં એ ભયને જ જેવા લાગે. ' ૧૪. છતાં, અખાડાને મંડપ તૈયાર થતાં એણે અક્રૂર નામે એક યાદવને રથ લઈ રામ અને કૃષ્ણને તેડવા મેક. અને ગોપને પણ નોતર્યા. સાથે સાથે એણે - પોતાના મલ્લોને સૂચના કરી રાખી કે તેમણે રામ-કૃષ્ણને રમત દરમ્યાન મારી જ નાખવા. ૧૫. અક્રર વસુદેવને પિતરાઈ હતો. એ બહારથી કંસને રાજસેવક છતાં અંદરથી વસુદેવના પક્ષને હિતે; એટલે બે ભાઈઓને મથુરા લાવતાં પહેલાં ત્યાંના રાજપ્રકરણથી વાકેફ કરવા વસુદેવના પક્ષના યાદવેએ અક્રને સમજાવી રાખે. ૧૬. અરેનો રથ નંદના આંગણામાં આવી લાગે. ગેપોએ રાજદૂતને યથાયોગ્ય સત્કાર કર્યો. અરે નંદયદાને કૃષ્ણજન્મ વિષેની ખરી હકીકત ઉઘાડી પાડી કહી. કૃષ્ણ પિતાને પુત્ર નથી એ જાણતાં જ બિચારાં નંદ અને યદા સ્તબ્ધ થઈ ગયાં. ગોપોને પણ આકાશ તૂટી પડવા જેવું થયું. અત્યાર અગાઉ વ્રજ ઉપર ઘણુંયે તોફાને ચડ્યાં Page #96 -------------------------------------------------------------------------- ________________ દિટન કરે રામ-કૃષ્ણ જ વસદેવ-દેવકી પર ગોકુળપર્વ હતાં, પણ આ અક્રૂરનું આગમન તે જાણે વ્રજને જીવતાં દાંટવા માટે થયું હોય એમ એને લાગ્યું. ૧૭. અરે રામ-કૃષ્ણ જેડે એકાંતમાં ઘણી વાતે કરી. કંસના જુલમની હકીકત કહી; વસુદેવ-દેવકી પર થયેલા અત્યાચારે સંભળાવ્યા; રામ-કૃષ્ણને મલ્લયુદ્ધમાં નોતરવામાં કંસને આંતરિક ઉદ્દેશ પણ જણાવ્યું, અને રામ-કૃષ્ણ જે કંસને અંત લાવે તો યાદવ સર્વે એના પક્ષમાં જ રહેશે એવી ખાતરી પણ આપી. ૧૮, રામ અને કૃષ્ણ સર્વે હકીકત સાંભળી લીધી. કંસને ભારે પૃથ્વી પરથી હલકે કરવાને એમને ધર્મ પ્રાપ્ત થયું છે એમ એમને સ્પષ્ટ ભાસ્યું. એમણે અક્રૂર જોડે જવાનો નિશ્ચય કર્યો. ૧૯ રામ અને કૃષ્ણને વિદાય કરવાને વખત આવે. વિદાય એટલે લગભગ નિરંતરને જ વિયેગ હતે. એ વિદાયગીરી વળાનું દશ્ય શુષ્ક હૃદયને પણ રડાવે એવું હતું. નંદ-યશોદાને તે વગર મતે એકના એક પુત્રને ઈ બેસવા જેવું થયું. વ્રજવાસીનાં ચિત્તને કનૈયાએ એવાં આકષી લીધાં હતાં, કે શરીરના રંગથી સાર્થક થયેલું નામ એની પ્રેમની શક્તિથી પણ ગ્ય કર્યું. જ્જવાસીને મન મધુરી મોરલીવાળે સર્વસ્વ થઈ પડયો હિતે. કૃષ્ણ એમનાં મન તે લઈ જ લીધાં હતાં, અને તન-ધન પણ એ પોતા પાસે રાખવા ઇચ્છતાં નહોતાં. પતિપુત્રાદિક પર એમને નૈસર્ગિક મિહ પણ કૃષ્ણના દિવ્ય માધુર્ય આગળ હારી ગયે. કૃષ્ણ વ્રજવાસીઓનું જીવન Page #97 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ જ ફેરવી નાખ્યું હતું. વેદાન્તના અધ્યયન વિના, સૂક્ષ્મ બુદ્ધિથી થતા સાંખ્યવિચાર વિના, કેગના અભ્યાસ વિના, પ્રાણના નિષેધ વિના વ્રજનાં ગેપગેપીએ જેવાં અસંસ્કારી અને અણઘડ જનોયે કેવળ નિર્દોષ પ્રેમના અત્યુત્કર્ષથી પોતાનાં ચિત્ત શુદ્ધ કરી પાર પામી જઈ શકે એવું બતાવવાની દૃષ્ટિથી પુરાણકારોએ શ્રીકૃષ્ણનું વ્રજનું ચરિત્ર ચીતર્યું છે. ગેપકથા દ્વારા એમણે ભક્તિયેગને સમજાવ્યું છે. ૨૦. કૃષ્ણને ગોપિકાએ પ્રત્યેનો પ્રેમ કેવો હશે? માતા સિવાયની અન્ય સ્ત્રીઓ પર પાંચ વર્ષના બાળકની . કેવા ભાવથી દષ્ટિ પડતી હશે ? આપણે સંસાકુણુ અને એપીએ રીઓ એમ જાણીએ છીએ કે સમજણે માણસ પરત્રીમાં મા–બહેન કે દીકરીના સંબંધની ભાવના પ્રયત્નથી બાંધીને જ નિર્દોષ રહી શકે. આનું કારણ એ છે કે આપણે બાલ્યાવસ્થાની નિર્દોષતા ગુમાવી બેઠા છીએ. બાળકને એવી ભાવના ઘડવી પડે છે જેના હૃદયમાં કુવિચાર જાગે છે તેને નિર્દોષતા ફરીથી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે પડે છે. બાળકને એ સહજ છે. પણ આપણે એમ માનીએ છીએ કે અમુક વય પછી ચિત્તની નિર્દોષ સ્થિતિ કલ્પી જ ન શકાય. આપણા યુગના મલિન વાતાવરણનું જ આ પરિણામ છે. જ્યારે ચિત્તની પુનઃશુદ્ધિ કરી વયે મિટા છતાં પાંચ વર્ષની ઉંમરને અનુભવ આપણે ફરીથી કરી શકીશું ત્યારે જ આપણે કૃષ્ણને પ્રેમ સમજવાને વ્ય થઈશું. પછી કૃષ્ણ પર કલંક લગાડવાની, એ કલંકને દિવ્ય ૧. જુઓ પાછળ નેંધ રજી Page #98 -------------------------------------------------------------------------- ________________ મથુરાપર્વ ગણવાની કે એના ઉપર કાંઈ ભાણ કરવાની જરૂર નહીં રહે, જે સહજ હોવું જોઈએ, તે જ જણાશે ત્યારે આપણું ખાતરી થશે કે ગોપીજનપ્રિય કૃષ્ણ સદા નિષ્કલંક અને બ્રહ્મચારી હતા, યુવાન છતાં બાળક જેવા હતા અને ગેપીએને એમના પ્રત્યેનો પ્રેમ પણ એટલે જ નિર્દોષ હતે. મથુરાપર્વ અંતે હૈયું કઠણ કરી વ્રજવાસીઓએ રામ-કૃષ્ણને અક્રૂર સાથે વિદાય કર્યા. કરાવેલે સમયે બે ભાઈઓ અખાડા આ તરફ જવા નીકળ્યા. રાજા-પ્રજા ઉભય એ 1 ખેલ જોવા ભેગાં થયાં હતાં. મલ્લકુસ્તીમાં જ બે ભાઈઓનો નાશ થાય એટલીયે કંસને ધીરજ નહતી. એને કાંઈ ખેલ જે નહોતે. એને તે જે તે રીતે રામકૃષ્ણના પ્રાણ લેવા હતા; તેથી અખાડાના મંડપના દ્વાર સન્મુખ આવતાં જ કંસની આજ્ઞાથી એક મહાવતે એક મદેન્મત્ત હાથીને કૃષ્ણની સામે દેડાવ્યું. કૃણે વીજળી જેવી ચપળતા વાપરી પહેલાં હાથીને ખૂબ થકવ્યો અને પછી એને દાંત જેરથી ઉખાડી નાખી એ જ દાંતના ફટકાથી એનું માથું ભાંગી નાખ્યું. ૨. આ પરાક્રમથી એક બાજુથી કંસના હોશકેશ ઊડી ગયા, પણ બીજી બાજુથી પ્રજાને સમભાવ કૃષ્ણ પ્રત્યે ઢળે. કંસના કાવતરા માટે પ્રજા એને મુહિક-ચાણૂરસર ફિટકાર કરવા લાગી. રમત શરૂ કરવાને વખત થયે. કંસે જેમતેમ કરીને હિંમત પકડી, રા-૬ Page #99 -------------------------------------------------------------------------- ________________ મુષ્ટિક અને ચાણુર સાથે મલ્લયુદ્ધ કરી પિતાની વિદ્યા દેખાડવાનું રામ અને કૃષ્ણને કહ્યું. રામ-કૃષ્ણ તે હજુ ૧૭૧૮ વર્ષના બાળક હતા. મુષ્ટિક અને ચાણુરે અજિંકય મલ્લ તરીકે અત્યારે પહેલાં પ્રસિદ્ધિ મેળવેલી હતી. લોકોને આ યુદ્ધ અગ્ય લાગ્યું, પણ બે ભાઈઓએ કઈ પણ તકરાર વિના યુદ્ધનું આહ્વાન સ્વીકાર્યું. મુષ્ટિક સાથે રામ અને ચાણર સાથે કૃષ્ણ બાળ્યા. મલ્લે ધર્મયુદ્ધ જ કરવાની મુરાદથી આવ્યા નહતા. થોડા દાવમાં જ રામ-કૃષ્ણ પિતાના સામેરીનું કપટ કળી લીધું, અને તેમણે પણ બેઉને યુદ્ધમાં અંત જ લાવવાને નિશ્ચય કર્યો. ઘણી વખત સુધી કુસ્તી ચાલી. છેવટે જોરથી એક મુક્કી મારી કૃષ્ણ ચાણુરને યમપુરીનો માર્ગ દેખાડ્યો. એક બીજે મલ્લ–તોશળ –એની સામે લડવા ઊભે થયે. એની જોડે વળી કૃષ્ણ ભીડડ્યા. એટલામાં રામે પણ મુષ્ટિકના પ્રાણ લીધા. એ જોઈને કૃષ્ણ તેશળને ઊંચકીને એ પછાડ્યો કે પછડાતાં જ તે મરી ગયે. ૩. આ દેખાવ જોઈ કંસ આભે જ બની ગયે અને એકદમ બૂમ પાડી ઊઠયો કે, “આ છોકરાઓને અહીંથી હાંકી કાઢે અને નંદ-વસુદેવને શિક્ષા કરો.” પણ એ કંસવધ * બોલે એટલામાં તો કૃષ્ણ એના સિંહાસન પાસે જઈ પહોંચ્યા અને એને રંગમંડપમાં પછાડ્યો. તરત જ કંસના પ્રાણ ચાલ્યા ગયા. સભાગૃહ ચપોચપ ખાલી થવા લાગ્યું. કઈ પણ ક્ષત્રિયે કંસને પક્ષ લીધે નહીં. માત્ર કંસને એક ભાઈ શ્રીકૃષ્ણ સામે ધો. બળરામે એને પૂરે કર્યો. રામ અને કૃષ્ણ દેવકી-વસુદેવ પાસે પહોંચ્યા Page #100 -------------------------------------------------------------------------- ________________ મથુરાપર્વ અને એમનાં ચરણમાં પિતાનાં મસ્તક મૂક્યાં. જમ્યા ત્યાર પછી આજે જ માતા-પિતા પોતાના પુત્રને મળ્યાં. જીવલેણ યુદ્ધમાંથી તે સહીસલામત ઊતર્યા હતા. એમના આનંદને પાર રહ્યો નહીં. આઠે નેત્રમાંથી લાંબા કાળના વિયેગની સ્મૃતિનાં અને હર્ષનાં આંસુને પ્રવાહ ચાલ્યા. ચારે છાતીઓ પ્રેમથી ઊછળવા લાગી. ૪. સર્વ યાદવોએ ધાર્યું હતું કે શ્રીકૃષ્ણ જ રાજ્યગાદી લેશે, પણ એમણે એમ ન કરતાં કંસના પિતા ઉગ્રસેનને | બંધનમાંથી મુક્ત કરી સિંહાસન પર બેસાડ્યા ઉગ્રસેનને અને કંસનું ઔધ્વદેહિકલ વેવ્ય રીતે પાર પાડ્યું. ૫. મથુરાની વ્યવસ્થા થઈ ગયા પછી રામ અને કૃષ્ણને ઉપવીત–સંસ્કાર થયે અને એમને ઉજ્જયિનમાં જ સાંદીપનિ નામે એક ઋષિને ત્યાં વિદ્યાભ્યાસ ગુગૃહે ' કરવાનું થયું. થડા સમયમાં એમણે વેદવિદ્યા અને ધનુર્વિદ્યાને અભ્યાસ ર્યો અને પોતાની ગુરુભક્તિથી ઋષિને અતિશય પ્રસન્ન કર્યા. જો કે હવે તે પૂર્ણ વૈભવશાળી બન્યા હતા, તે પણ રાનમાંથી લાકડાં, સમિધ, દર્ભ ઈત્યાદિ આણ આપવાં, ગાયનું દૂધ દેહવું, ઢોર ચરાવવા વગેરે સર્વ પ્રકારની સેવા તેઓ શ્રદ્ધાથી કરતા. ગુરુદક્ષિણા આપી એ ભાઈએ પાછા મથુરા આવ્યા. મલ્લ તરીકેની એમની ખ્યાતિમાં ધનુધર તરીકેની ખ્યાતિનો વધારે થયે. ૧. મરણ પછીની ક્રિયાઓ. Page #101 -------------------------------------------------------------------------- ________________ રસધની કૃણ ૬. કંસની બે સ્ત્રીઓ જરાસંધની પુત્રીઓ હતી એમ આગળ કહ્યું છે. પતિના મરણ પછી એ પિતાના પિયર ગઈ અને જમાઈને મરણનું વેર વાળવા ચડાઈ - જરાસંધને ઉશ્કેરવા લાગી. જરાસંધ આ વખતે સર્વ હિંદુસ્તાનના સાર્વભૌમપદે પહોંચેલે હતા. દંતવક્ર, શિશુપાળ, ભીમક વગેરે અનેક રાજાઓ અને રાજકુમારે તેની સાથે મિત્રતા રાખતા હતા. તે સઘળાની મદદથી જરાસંધ એક મેટું સૈન્ય લઈ મથુરા ઉપર ચડી આવ્યા. બળરામ અને કૃષ્ણના સેનાપતિપણા નીચે યાદવેએ કિલ્લાનું રક્ષણ કરવા માંડ્યું. સત્તાવીશ દિવસ પર્યત એકસરખું યુદ્ધ ચાલ્યું. અઠ્ઠાવીશમે દિવસે બળરામ કેટલાક વીર સાથે બહાર નીકળ્યા અને મગધના સૈન્ય પર તૂટી પડ્યા. તે જ વખતે બીજે દરવાજેથી કૃષ્ણ પણ બહાર નીકળી પડ્યા. બન્ને જગાએ ભયંકર કાપાકાપી ચાલી. બળરામે જરાસંધના ડિમ્ભક નામના બળવાન મલને માર્યો. છેવટે જરાસંધને ઘેરે ઉડાવી પાછા ચાલ્યા જવું પડ્યું. ૭. એ ગમે તે પાછો આવવાનો જ એમ બધાને ખાતરી હતી, તેથી યાદ ગાફલ ન રહેતાં મથુરાના રક્ષણ માટે ઝપાઝપ તૈયારી કરવા લાગ્યા. ૮. ધાર્યા પ્રમાણે છેડા વખતમાં જ જરાસંધ પા છે ચડી આવ્યું. આ વખતે કેટલાક અનુભવી યાદવોને એમ લાગ્યું કે ભલે અનેક વાર જરાસંધ જરાસંધની - હારે, છતાં એનું બળ અમૃટ અને યાદવોનું બીજી ચડાઈ આ પરિમિત ગણાય. જરાસંધને સર્વ રેષ રામ Page #102 -------------------------------------------------------------------------- ________________ મથુરાપર્વ અને કૃષ્ણ પર હતો; માટે સારામાં સારો ઉપાય તે રામ અને કૃષ્ણ મથુરા છોડવું એ જ ગણાય. ૯. આવા વિચારથી એ યાદવેએ બે ભાઈઓને મથુરા છોડવા વિનંતી કરી. પ્રજાનું હિત જોઈ ભાઈઓએ | તરત જ એ વિનંતી સ્વીકારી લીધી અને રામ-કૃષ્ણને - મથુરાગ ક્ષણને પણ વિલંબ ન કરતાં દક્ષિણમાં કરવીર શહેરે આગળ જઈ પહોંચ્યા. ત્યાં એમને પરશુરામને મેળાપ થયે. પરશુરામે એમને આજુબાજુના પ્રદેશની અને રાજકીય સ્થિતિની માહિતી આપી. એમની સલાહથી રામ અને કૃષ્ણ ગેમન્તક પર્વતના શિખર ઉપર રહ્યા. ૧૦. રામ-કૃષ્ણ મથુરા છોડી ગયા એ વાતની ખબર પડતાં જરાસંધે એમને પીછો પકડ્યો. ગેમન્તક પર્વતમાં બે ભાઈઓ સંતાયા છે એવી એને ભાળ પર્વતનું યુદ્ધ , પણ લાગી. એમને જીવતા બાળી મૂકવાના અથવા લડાઈના મેદાનમાં લડવા માટે આવવા ફરજ પાડવાના ઈરાદાથી શિશુપાળની સલાહથી એણે પર્વતને ચારે ગમથી સળગાવી મૂક્યો. ચારે બાજુ ભયંકર અગ્નિ પ્રગટેલે જોઈ, રામ-કૃષ્ણ પિતાનાં આયુધ લઈ પર્વત પરથી કૂદકે મારી જરાસંધના સૈન્ય પર ધસી પડવાનું પસંદ કર્યું. એક શિખરનો આશ્રય લઈ બંનેએ પિતાની ધનુર્વિદ્યાના પ્રભાવથી જરાસંધના સૈન્યને સારી પેઠે ઘાણ વા. પછી બળરામે હળ અને મુશળથી તથા શ્રીકૃષ્ણ ચક્રથી અનેક વીરાનું કંદન ચલાવ્યું. છેવટે જરાસંધ પરાભવ પામી પાછા ગયે. શ્રીકૃષ્ણ અને બળરામ ગેમન્તક પરથી Page #103 -------------------------------------------------------------------------- ________________ મીનાં બેસણ અસનું ખાસ મથુરાવાસમાં તે હા કે યુદ્ધ କୃg નીકળી ઊંચપુર આવ્યા. શિશુપાળનો પિતા દમષ ચપુરને રાજા અને કૃષ્ણને કુઓ થતું હતું. તેણે બે ભાઈઓને સત્કાર કર્યો અને કેટલુંક સૈન્ય આપી તેમને મથુરા રવાના કર્યા. ૧૧. રસ્તામાં શુગાલ નામે એક રાજાએ કંઠયુદ્ધ માટે કૃષ્ણને આહ્વાન કર્યું અને તેમાં તે હાર્યો. મથુરા આઇતિહાસ પહોંચતાં જ મથુરાવાસીઓએ શ્રીકૃષ્ણ અને * રામનું ખૂબ વાજતેગાજતે સ્વાગત કર્યું. આ પછીનાં બેત્રણ વર્ષે આનંદમાં ગયાં. આ સમયમાં જ કૃષ્ણને પિતાની ફેઈ કુન્તીના છોકરાઓ – પાંડવો – સાથે ઓળખાણ થઈ અને એમના પર કૃષ્ણની પ્રીતિ બેઠી. જોકે અર્જુન કૃષ્ણ કરતાં લગભગ અઢાર વર્ષે નાનો હોવાથી આ વખતે માત્ર પાંચ-છ વર્ષને જ હતું, તે પણ એ કૃષ્ણનું ખાસ પ્રીતિનું પાત્ર થઈ પડ્યો. એ પ્રીતિસંબંધ દિવસે દિવસે વધતો જ ગયે અને આગળ જતાં કૃષ્ણ અને અર્જુન બને ગાઢ સખા થઈ રહ્યા. આ સમયમાં જ બળરામ એક વાર ગેકુળ જઈ આવી વ્રજવાસીઓને મળી આવ્યા. ૧૨આ પછી વિદર્ભના રાજા ભીમકે પોતાની દીકરી રુકિમણને સ્વયંવર ર. એમાં એણે અનેક રાજાઓને રુકિમણું. આમંત્રણ મોકલ્યાં હતાં, પણ યાદવેને હલકા સ્વયંવર કુળના ક્ષત્રિયે ગણી ટાળ્યા હતા. આથી, તે સમયના રિવાજ પ્રમાણે, શ્રીકૃષ્ણ રુકિમણનું ૧. હાલના વરાડ અથવા બિરાર એ પ્રાચીન વિદર્ભને ભાગ ગણાય છે. ઉમરાવતીથી થડા ગાઉ દૂર કઠિનપુર હતું એમ મનાય છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ C મથુરાપર્વ હરણ કરવા યાદવસૈન્ય સાથે કુડિનપુર દોડ્યા આવ્યા એટલે પ્રીતિથી ને બીકથી ભીષ્મકને કૃષ્ણનું સ્વાગત કર્યા વિના ચાલ્યું નહીં, પણ આથી જરાસંધ, શિશુપાળ વગેરે રાજાએ રિસાઈ ગયા, અને કુર્ડિનપુર છેડી પિતપતાને દેશ ચાલ્યા ગયા. એથી સ્વયંવર જ્યારે ત્યાં રહ્યો અને કૃષ્ણ પણ મથુરા પાછા ફર્યા. ૧૩પણ કૃષ્ણને લીધે જ સ્વયંવરમાંથી જરાસંધ, શિશુપાળ વગેરે મુકુટધારી રાજાઓને પાછા જવું પડ્યું તેનું એમને બહુ અપમાન લાગ્યું. એને બદલો મથુરા પર વાળવા તેમણે મથુરા ઉપર ફરીથી ચડાઈ પુનઃ આક્રમણ , જ કરવા નિશ્ચય કર્યો. એમણે પશ્ચિમ તરફથી . . . . કાળયવનને પણ બેલા અને બે બાજુથી યાદના રાજ્ય પર હલ્લો કરવાની તથા મથુરને ઘેરવાની તૈયારી કરી. સામટા બે શત્રુઓ સામે લડવાની યાદની હિંમત નહોતી. તેઓ ગભરાઈ ગયા. આથી બધી સ્થિતિને વિચાર કરી શ્રીકૃષ્ણ મથુરાને તેમ જ યાદને આ ત્રાસમાંથી કાયમને માટે છોડાવવા માટે એવો નિર્ણય કર્યો કે યાદવેએ મથુરા છેડી દઈ આનર્ત (કાઠિયાવાડ) દેશમાં એક નવું શહેર વસાવવું. ૧૪. કૃષ્ણનો નિર્ણય સર્વેએ પસંદ કર્યો. વગર ઢલે સવ યાદવે મથુરા છોડી ગયા. દ્વારિકા આગળ સર્વેએ ઉતારી નાખ્યા. પછી ત્યાં આગળ એક કેટ બાંધવાની વ્યવસ્થા કરી, કૃણ કાલયવનની ખબર લેવા મથુરા તરફ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯ કૃષ્ણ પાછા ફર્યાં. ધાળપુર પાસે કૃષ્ણના અને કાલયવનના ભેટા થયેા. શ્રીકૃષ્ણે કાલયવનના સૈન્યને ધાળપુરના ડુંગરમાં લઈ જઈ એક અડચણવાળી જગામાં ફસાવ્યું. આથી ક્રાધે ભરાઈ કાલયવન એકલેા જ કૃષ્ણની પાછળ પડચો, પણ એક મુચકુન્દ નામે રાજાના ભાગ થઈ પડયો. ૧૫. કાલયવનના મરણથી એની સેના અવ્યવસ્થિત થઈ ગઈ અને કૃષ્ણે તેના સહેલાઈથી પરાભવ કર્યાં. પાતાની સ્થાદિ સર્વ સંપત્તિ છોડીને તેમને નાસવું પડ્યુ. કૃષ્ણ તે સંપત્તિ લઈ દ્વારિકા આવ્યા. યાદવાએ મથુરાને ત્યાગ કીધાથી જરાસંધને પણ ચડાઈ અટકાવવી પડી અને પેાતાને દેશ પાછા જવું પડ્યું. દ્વારિકાપવ દ્વારિકામાં કૃષ્ણે એક સુંદર શહેર વસાવ્યું. પાતાના પિતા વસુદેવને યાદવોના રાજા તરીકે અભિષેક કર્યાં. બળદેવને યુવરાજ હરાવ્યા. દશ વિદ્વાન યાદવાનું એક મંત્રીમડળનીમ્યું અને બીજા વીર યાદવાને મુખ્ય પ્રધાન, સેનાપતિ વગેરેનાં પદે આપ્યાં. પોતાના ગુરુ સાંદીપનિને ઉજ્જયનીથી બોલાવી રાજ પુરહિત તરીકે નીમ્યા. માત્ર પાતે જ કાઈ પણ પદ્મ વિનાના રહ્યા. પણ મુકુટધરને મુકુટ, પદવીધાની પદવી અને મંત્રીઓની મત્રણા એમના વડે જ હતી એ કોઈનું અજાણ્યું નહતું. દ્વારિકામાં વસવાટ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૯ દ્વારિકાપર્વ ૨. આટલા સમયમાં રુકિમણીના ભાઈ રુકમીના આગ્રહથી ભીષ્મકે શિશુપાળ જોડે રુકિમણીનું લગ્ન નકકી કર્યું; પણ રુકિમણીએ કૃષ્ણને જ વરવા રુકિમણુ " મનથી નિશ્ચય કર્યો હતો, તેથી એણે પોતાનું હરણ કરી લઈ જવા કૃષ્ણને સંદેશ મેક. કૃષ્ણ તરત જ કુહિડનપુર જવા નીકળ્યા. બળરામને ખબર પડી ત્યારે તે પણ સૈન્ય લઈ ભાઈની મદદે પાછળ ધાયા. વિવાહની પહેલાં કુળાચાર પ્રમાણે રુકિમણ કુળદેવીનાં દર્શન કરવા મંદિરે ગઈ. ત્યાંથી સંકેત મુજબ કૃષ્ણ એને રથમાં બેસાડી લઈ ઘેડા દોડાવી મૂક્યા. શિશુપાળ અને એના સહાયક રાજાએ કૃષ્ણની પાછળ દોડ્યા; પણ એટલામાં બળરામ આવી પહોંચ્યા હતા. તેમણે એ રાજાઓને અટકાવી હરાવ્યા. માત્ર રુકમી કૃષ્ણની પાછળ પડ્યો. એણે કૃષ્ણને નર્મદા કિનારે પકડી પાડ્યા અને યુદ્ધ માટે આહ્વાન કર્યું. એક બાજુ ભાઈ અને બીજી બાજુ પતિ હોવાથી અને વિષે પ્રીતિવાળી રુકિમણું ગભરાઈ ગઈ પિતાનું તેમ જ ભાઈ ઉભયનું રક્ષણ કરવા એણે કૃષ્ણને વિનંતી કરી. બે વચ્ચે લડાઈ ચાલી. રુકમી ઘાયલ થયે. કૃષ્ણ એને એના જ રથમાં બાંધી પિતાને રથ દ્વારિકા તરફ દોડાવ્યા. રુકમી શરમને માર્યો કુશ્કિનપુર ગયે જ નહીં, પણ ત્યાં જ (હાલના ડભાઈ પાસે) રાજ્ય સ્થાપીને રહ્યો. આ બનાવથી રુકમી, શિશુપાળ, જરાસંધ અને એમના મિત્ર દંતવક, શાલ્વ અને પિક-વાસુદેવ કૃષ્ણના કટ્ટા શત્રુ થયા. રુકિમણું ઉપરાંત કૃષ્ણને બીજી પણ સ્ત્રીઓ Page #107 -------------------------------------------------------------------------- ________________ 'રી હતી કે કેમ અને હોય તે કેટલી તે વિષે વિદ્વાનોમાં મતભેદ છે. શ્રી બંકિમચંદ્ર શ્રીકૃષ્ણને એક જ પત્ની હતી એમ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. તેમને પરિવાર માટે હતે. ૩. આ સમયમાં આસામમાં નરકાસુર નામે રાજા રાજ્ય કરતો હતો. તે અત્યંત દુષ્ટ અને ઉન્મત્ત હતે. - અનેક દેશની સુંદર સુંદર છોકરીઓનું હરણ ** કરી તેણે તેમને કેદ કરી હતી. તે ગરીબ કરીઓને છેડાવવાન શ્રીકૃષ્ણ વિચાર કરી નરકાસુર ઉપર સવારી કરી અને લડાઈમાં તેને વધ કર્યો. છોકરીઓને બંધનમાંથી મુક્ત કરી, નરકાસુરના પુત્ર ભગદત્તને ગાદીએ બેસાડી, શ્રીકૃષ્ણ દ્વારિકા પાછા આવ્યા. ૪. કૃષ્ણની ગેરહાજરીમાં શિશુપાળે દ્વારિકા પર ચડાઈ કરી હતી. શહેરને તે લઈ તે શક્યો નહીં, શિશુપાળનું આક્રમણ પણ એને આગ લગાડીને તેણે પુષ્કળ નુકસાન ન કર્યું. કૃષ્ણ આવી દ્વારિકાને વળી પાછી બંધાવી અને એની શેભામાં હતું તેથી વિશેષ વધારે કર્યો. પાંડવપર્વ આ કાળમાં પાંડવો ભારે વિપત્તિમાં આવી પડ્યા હતા. દુર્યોધને એમને પોતાના જ મહેલમાં જીવતા બાળી | મૂકવાનું કાવતરું રચ્યું હતું, પણ ભીમની પહ * ચાલાકીથી તેઓ બચી ગયા હતા. ત્યારથી તેઓ બ્રાહ્મણને વેષે દેશદેશાન્તરમાં ભટકી પિતાના દિવસો. ગાળતા હતા. વિદુર સિવાય સર્વ જગત એમને મરી ગયેલા Page #108 -------------------------------------------------------------------------- ________________ પાંડવપવ જાણતું હતું. કોરએ એમની શ્રદ્ધાદિક ક્રિયા કરીને જાહેર રીતે શેક પણ પાળ્યું હતું, પરંતુ નીચેના બનાવે એમને પાછા ઉઘાડા પાડ્યા. ૨. પાંચાલ દેશના કુપદ રાજાને દ્રૌપદી નામે પુત્રી હતી. એક ફરતા ચક્રમાં રહેલા લક્ષ્યને તેનું પ્રતિબિંબ દ્રોપદી સ્વયંવર : જોઈને જે બાણથી વીધે તેને દ્રૌપદી વરાવવી એવું પણ કરીને તેણે એક સ્વયંવર ર. પોતાના પુત્ર પ્રદ્યુમ્નને એ કન્યા મળે તે જોવું, એ ઉદેશથી કૃષ્ણ પણ કામ્પિત્યનગર ગયા. પાંડવે પણ કાપડીને વર્ષ ત્યાં આવ્યા હતા અને બ્રાહ્મણોમાં જઈને બેઠા હતા. દ્રુપદ રાજાએ મૂકેલું પણ કઈ પણ ક્ષત્રિયથી જીતી શકાયું નહીં. શ્રીકૃષ્ણ અને સાત્યકિ સમર્થ હતા છતાં ઊડ્યા નહીં. દુર્યોધનને મિત્ર કર્ણ ઊડ્યો, પણ તે સૂતપુત્ર હોવાથી દ્રૌપદીએ તેને ધનુષ્યને હાથ લગાડવા દીધું નહીં; એટલે બ્રાહ્મણને પોતાનું કૌશલ્ય દર્શાવવાનો વારો આવ્યો. અર્જુન લાગલે જ ઊડ્યો અને જોતજોતામાં પણ જીતી લીધું. દ્રૌપદીએ તેને વરમાળા આપી અને એને લઈને પાંડ કુન્તીની પાસે ગયા. કુન્તીએ એને આશીર્વાદ આપી પાંચે પાંડવની પત્ની થવા આજ્ઞા કરી. કૃષ્ણ અર્જુનને તરત જ ઓળખે અને એની પાછળ એને ઘેર ગયા. એમણે તે ૧. એક યાદવ વીર; દ્રોણાચાર્યને શિષ્ય. ૨. બારેટ ચારણ જેવી એક જાતિ. કર્ણ વાસ્તવિક રીતે કુતીપુત્ર હતા, પણ કુતીએ એને નાનપણમાં ત્યજેલો હોવાથી એને દુર્યોધનને દરબારની રાધા નામની એક ચારણીએ ઉછેર્યો હતો. Page #109 -------------------------------------------------------------------------- ________________ ઇદ્ધથ કૃષ્ણ દિવસથી દ્રોપદીને પિતાની બહેન માની અને એમની મદદથી પાંડવેનું દ્રૌપદીની સાથે ઠાઠથી લગ્ન થયું. ૩. પાંડવે જીવતા છે એમ ખબર પડતાં કોરના પેટમાં ફાળ પડી, પણ એમણે બહારથી આનંદ દર્શાવ્યા A અને યુધિકિરને અધું રાજ્ય સેપ્યું. પાંડે * ઈન્દ્રપ્રસ્થ નામે એક શહેર વસાવી રાજ કરવા લાગ્યા. એમનાં નીતિ અને પરાક્રમથી થોડા સમયમાં એ રાજ્ય સમૃદ્ધિને પામ્યું. આથી દુર્યોધનની ઈર્ષ્યા વધતી ગઈ બીજી બાજુથી બળરામની બહેન સુભદ્રા સાથે અર્જુનનું લગ્ન થવાથી કૃષ્ણને એમની સાથે સંબંધ વધારે ગાઢ થયે. ૧. અર્જુન ક્ષાત્રરીતિ પ્રમાણે સુભદ્રાનું હરણ કરી પરણ્યો હતે; પણ એમાં બળદેવને વિરોધ અને કૃષ્ણની સંમતિ હેવાથી બળરામે અજુનનું એ કૃત્ય સહન કરી લીધું; પણ સુભદ્રા સગી બહેન હેવા છતાં એમણે અજુન જોડે વિશેષ સખ્ય કર્યું નહીં. એને પક્ષપાત એના શિષ્ય દુર્યોધન પ્રતિ વિશેષ હતું. બીજી બાજુથી કૃષ્ણને પુત્ર સાબ દુર્યોધનની પુત્રી લમણાનું હરણ કરી પર હતો. આમ કૃષ્ણ અને દુર્યોધન એક બીજાના વેવાઈ હોવા છતાં એમની વચ્ચેનો સંબંધ મી નહોતે. સ્ત્રીના નિમિત્તથી મહાભારતમાં કેટલાં વેર પ્રગટ થયેલાં જણાય છે એ વિચારવા જેવું છે. કૃષ્ણ અને શિશુપાળ તથા એ મિત્રરાજાએ વચ્ચેનું વેર રુકિમણી નિમિત્તે થયું; કૃષ્ણ અને શતધવા વચ્ચેનું વેર સત્યભામા નિમિત્તે થયું; બળરામને પાંડવો વિષે વૈમનસ્ય સુભદ્રાના હરણને લીધે ગણાય; દુર્યોધનને કૃષ્ણ સાથે અણબનાવ લમણાના હરણને લીધે થયે; અને દ્રૌપદી એ મહાભારતના યુદ્ધમાં મોટામાં મોટું નિમિત્તકારણ ગણાય. Page #110 -------------------------------------------------------------------------- ________________ પહવયવ ૪. આવી રીતે કેટલાંક વર્ષો વીતી ગયાં. એટલામાં એક દિવસ કેટલાએક રાજાએ તરફથી એક દંત શ્રીકૃષ્ણ પાસે આવ્યો. તેણે જણાવ્યું કે મધ્ય દેશમાંથી કૃષ્ણ નીકળી જવાથી જરાસંધનું બળ અતિશય વધી ગયું છે અને તેણે કડ રાજાઓને જીતીને કેદમાં પૂર્યા છે. હવે તેને વિચાર એ સર્વે રાજાઓનું બલિદાન કરી પુરુષમેધ કરવાનું છે, એથી એ સર્વે કૃષ્ણનું શરણ ઇચ્છે છે. દૂતના આ સંદેશા પર કૃણ વિચાર કરતા હતા, એટલામાં યુધિષ્ઠિર તરફથી એક તે આવી એમને તાબડતોબ ઈન્દ્રપ્રસ્થ આવવા વિનંતી કરી. કૃષ્ણ તરત જ ઇન્દ્રપ્રસ્થ ગયા. યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ કરવાની એમના બંધુ અને મિત્રોએ સલાહ આપી હતી, તે બાબતમાં કૃષ્ણને અભિપ્રાય પૂછવા રાજાએ કૃષ્ણને તેડાવ્યું હતું. પ. દિગ્વજય કર્યા સિવાય રાજસૂય યજ્ઞ નિર્વિન થઈ શકશે નહીં એમ વિચારી કૃણે યુધિષ્ઠિરને જણાવ્યું કે જ્યાં સુધી જરાસંધ સાર્વભૌમપદ ભોગવે છે જરાસ વધ * ત્યાં સુધી યજ્ઞની આશા રાખી શકાય નહીં; માટે પ્રથમ એની ઉપર વિજય મેળવવું જરૂર છે. પછી કૃષ્ણની જ સલાહથી ભીમ, અર્જુન અને કૃષ્ણ જરાસંધની રાજધાની પ્રત્યે ગયા, અને ત્રણમાંથી કઈ પણ સાથે મલ્લયુદ્ધ કરવા જરાસંધને કહેવડાવ્યું. જરાસંધે ભીમને પ્રતિપક્ષી તરીકે પસંદ કર્યો. આ વખતે એનું વય એંશી ૧. પાછળ જાઓ નોંધ ૩જી. ૨. પાછળ જુઓ નેંધ ૪થી. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ કૃષણ વર્ષનું અને ભીમનું પચાસ વર્ષનું હતું. તે પણ ચૌદ દિવસ સુધી બે જણ વચ્ચે યુદ્ધ ચાલ્યું. છેવટે જરાસંધ પડ્યો. કૃષ્ણ જરાસંધના પુત્રને અભિષેક કર્યો અને કેદ થયેલા રાજાઓને છોડી મૂક્યા. આ સર્વે રાજાઓ પાંડવોને અનુકૂળ થઈ ગયા. ૬. જરાસંધના મરણના સમાચાર સાંભળી એના મિત્ર પૌડૂક–વાસુદેવે કૃષ્ણને કંઠયુદ્ધનું કહેણ મોકલ્યું. કૃષ્ણ તે તરત જ સ્વીકાર્યું અને યુદ્ધમાં તેને પરાજય કરી તેને પ્રાણ લીધે. ૭. જરાસંધનું વિદ્ધ દર થવાથી પાંડેના રાજસૂય યજ્ઞમાં હવે કાંઈ અડચણ આવે એમ ન રહ્યું. યુધિષ્ઠિરે | સર્વ રાજાઓને આમંત્રણ મોકલ્યાં. બધા રાજસૂય યજ્ઞ રાજાઓ ભેટસામગ્રી લઈ ઈન્દ્રપ્રસ્થમાં આવ્યા. પાંડવના મિત્ર તરીકે કૃષ્ણ પૂજન સમયે બ્રાહ્મણોનાં ચરણ જોવાનું પોતાને માથે લીધું. અંતે યજ્ઞ પર થયે. અવભથનાન થયા પહેલાં મહેમાનની પૂજા કરવાનું કાર્ય શરુ થયું. પહેલી પૂજા કેની કરવી એ વિષે યુધિષ્ઠિરે ભીમને અભિપ્રાય મા. ભીમે કૃણને અગ્રપૂજા માટે ચેચ ઠરાવ્યા. પાંડેને તે આ નિર્ણય બહુ જ ગમે. તે પ્રમાણે રાહદેવે તરત જ કૃષ્ણની પૂજા કરી. પણ શિશુપાળથી એ સહન થઈ શક્યું નહીં. એણે પાંડ અને કૃષ્ણની ખૂબ નિંદા કીધી અને ભીમના નિર્ણય માટે તિરસ્કાર ૧ પાછળ જુઓ નોંધ પમી. Page #112 -------------------------------------------------------------------------- ________________ ધૃતપર્વ દર્શાવ્યું. આના ઉત્તરમાં ભીમે કહ્યું: “જે ક્ષત્રિય બીજાને જીતી તેને છોડી દે છે તે તેને ગુરુ છે. શિશુપાલવધ જ્ઞાનની અતિશયતાથી બ્રાહ્મણ સર્વમાં પૂજ્ય ગણાય છે, વાવૃદ્ધત્વથી શુદ્ધ પૂજ્ય બને છે. કૃષ્ણ સર્વમાં વયેવૃદ્ધ નથી, પણ એ જ્ઞાનવૃદ્ધ, બલવૃદ્ધ અને ઘનવૃદ્ધ છે; તેથી એ જ અગ્રજાને ગ્ય છે.” શિશુપાળનો રોષ આથી વધારે ઉગ્ર થયા અને કૃષ્ણને મારવા એ શસ્ત્ર ઉગામત હતો, એટલામાં કૃષ્ણનું ચક્ર એની ગરદન પર ફરી વળ્યું. ધૃતપર્વ રાજસૂય યજ્ઞ પર તે થયે, પણ દેશમાં કલહનાં બીજ વાવતે ગયે. જરાસંધ, પૌડકવાસુદેવ અને શિશુપાળ ના વધથી દન્તવક અને શાસ્ત્રને કૃષ્ણ સાથે 16 બાજ વેર બંધાયું. શાલ્વે સૌભ નામનું એક વિમાન રચી દ્વારિકા ઉપર ચડાઈ કરી. એ વિમાનમાંથી તે શહેર ઉપર પથરા, બાણ, અગ્નિ વગેરેને વરસાદ વરસાવી ખૂબ નુકસાન કરવા લાગ્યું. છેવટે કૃણે તેને પણ લડાઈમાં વધ કર્યો. એ જ પ્રમાણે દન્તવકને પણ કંયુદ્ધમાં માર્યો. ૨. કલહનું બીજું બીજ દુર્યોધનની છાતીમાં પડ્યું. પાંડેની સમૃદ્ધિ અને રાજસૂય યજ્ઞમાં યુધિષ્ઠિરને મળેલું માન જોઈએ ઈર્ષ્યાથી બળવા લાગ્યું. એણે જુગાર પિતાના મામા શકુનિ અને કર્ણ સાથે મસલત કરી પાંડની સંપત્તિ હરણ કરવાનું એક કાવતરું રચ્યું. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૬ કૃષ્ણ એ વખતના ક્ષત્રિયામાં જુગારનું વ્યસન ઘણું પૈસી ગયું હતું. જેમ ઘેાડદોડની શરતને જુગાર આજે રાજમાન્ય હાવાથી સારા અને પ્રામાણિક મનાતા લેાક! પણ એમાં રમતાં રારમાતા નથી, તેમ કૃષ્ણના કાળના ધાર્મિક રાજાએ પણ પાસાને જુગાર રમતાં લજાતા નહીં; એટલું જ નહીં પણ જેમ કાયાવાડના દરબારો કસૂંબના ઇનકાર કરવામાં આવે તે અપમાન માનતા, તેમ જુગાર માટે મળેલા આમંત્રણને અસ્વીકાર અપમાનસૂચક લેખાતા. યુધિષ્ઠર ધર્મરાજા હતા ખરા, પણ એ ધર્માંસુધારક ન હતા. ધૃત રમવું. નિદ્ય છે એમ એ જાણુતા, પણ જે રિવાજ પડી ગયેલા અને જે માન્યતા ઢ થઈ ગયેલી તેમાં સુધારા કરવાનું બળ એમનામાં ન હતું. દુર્માંધન વગેરે યુધિષ્ઠિરના સ્વભાવથી વાકેફ હતા. તેમણે એક મહેલ ધાન્યેા હતેા તે જોવાને મિષે તેમણે પાંડવાને હસ્તિનાપુર નેતર્યાં. કેટલાએક દિવસ એમને સત્કાર રાખી, એક દિવસે ફુરસદે ચાલતાં ગપ્પાંઆને લાભ લઈ શકુનિએ યુધિષ્ઠિરને પાસા રમવા કહ્યું. યુધિષ્ઠરે આનાકાની કરી, એટલે શકુનિએ મહેણું' માયું, કે ચતુરે ગાંડાને ભમાવવા, સશક્ત અશક્તને લૂટવા એ જો પાતક નથી, તેા ધૃતમાં કુશળ માણસે અકુશળને જીતવા એમાં પાતક કયું? તમે દિગ્વિજયમાં અશક્ત રાજાઓને જીત્યા એમાં ન્યાય હતા શું? બાકી મારે તમને આગ્રડ નથી. ’ યુધિષ્ઠિરને મહેણામાં રહેલા દંશ લાગ્યા અને પાપની બીકને છેડી બળાત્કારે શકુનિના ૧. પાછી જુએ તોંધ ૬ ટ્ટી. C Page #114 -------------------------------------------------------------------------- ________________ ધૃતપર્વ બલિ થઈ પડ્યા. એણે રમવાનું કબૂલ કર્યું. શકુનિ પાસા નાખવામાં હોશિયાર હતા અને કપટથી ધારેલા પાસા નાખી શક્ત હતો. એણે દુર્યોધનની વતી પાસા નાખવા માંડ્યા. રમવામાં નાણાની, રથસંપત્તિની, અશ્વગજસંપત્તિની એમ એક પછી એક શરત બકાવા માંડી. પણ દરેક દાવે યુધિષ્ઠિર હારવા લાગ્યા. છેવટે, ધર્મરાજાએ પોતાના ભાઈઓને પણ એક પછી એક હેડમાં મૂકવા માંડ્યા. ૧ ભાઈઓને દાસ કરી પોતે પણ દાસ થવાનું પણ મેલી હાર્યા. આટલું શકુનિને પૂરતું લાગ્યું નહીં. એ બે : “ધર્મ, હજી એક પણ બાકી છે. એ પણ છતીશ તે સર્વ પાછું આપીશ. તારી સ્ત્રીને પણમાં મૂક.” આ નિર્લજ્જ પ્રસ્તાવ સાંભળી સભા “ધિક્ ધિક્ ” પોકારી ઊઠી. પણ રાજાના અવિવેકની નિદ્રા હજુ ઊડી નહીં. તેણે સતી દ્રૌપદીને પણમાં મૂકી. શકુનિએ પાસા નાખ્યા અને “જીત્યા, જીત્યા” એવી બૂમ મારી. ૩. આ પછી દુર્યોધનને ભાઈ દુઃશાસન રજસ્વલા દ્રૌપદીને સભામાં નિજપણે ખેંચી લાવ્ય, અને એનું વસ્ત્ર ખેંચી લેવા લાગે. ભયભીત થયેલી દ્રોપદી મહાસતી દ્રૌપદીએ ભીષ્મ, દ્રોણ અને પિતાના વસ્ત્રહરણ * પતિઓ સામે જોયું, પણ કેઈએ એના રક્ષણાર્થે આંખ સરખી ઊંચી કરી નહીં. છેવટે એ અનન્ય ભાવથી પરમાત્માને શરણે ગઈ અને મર્યાદાવાળી છતાં ૧. પાછળ જુઓ નોંધ ૭મી. તા-૧૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ તીખી અને શૂરાતન ભરેલી દલીલોથી ધ્રુતરાષ્ટ્ર, ભીષ્મ, દ્રોણ વગેરેને ઊધડે લેવા માંડ્યો. આની અસર સર્વે સભાજનો ઉપર થઈ. સવે દુઃશાસન પર ફિટકાર વરસાદ વરસાવવા લાગ્યા અને દ્રૌપદીની પ્રશંસા કરવા લાગ્યા. અંધ ધૃતરાદ્ધે આ એકી સાથે જ ઊઠેલા તિરસ્કાર અને ધન્યવાદનું કારણ પૂછ્યું. વિદુરે તેને વસ્તુસ્થિતિ સમજાવી. આથી દ્રૌપદી ઉપર પ્રસન્ન થઈ તેને એણે વર માગવા કહ્યું. દ્રૌપદીએ પિતાના પતિઓનો છુટકારો મા. ઘતરાષ્ટ્ર પાંડવોને દાસત્વમાંથી મુક્ત કર્યા અને વળી બીજે વર માગવા કહ્યું. દ્રૌપદીએ પતિનું રાજ્ય પાછું માગ્યું. ધૃતરાષ્ટ્રે તે પણ આપ્યું. ૪. યુધિષ્ઠિરે પિતાના બંધુઓ અને પત્ની સાથે ઈન્દ્રપ્રસ્થ જવા ઊપડ્યા. પણ ધરાષ્ટ્રના વરદાનથી દુર્યોધન , વગેરે સર્વે ચંડાળ-ચોકડીને પોતાની મહેનત ફરી જુગાર * બરબાદ ગયા જેવું લાગ્યું. એમણે યુધિષ્ઠિરને વળી એક વાર પાસા રમવા બેલાવવા ધ્રુતરાષ્ટ્રને વીનવ્યા. ચર્મચક્ષુ તથા પ્રજ્ઞાચક્ષુ બનેથી રહિત ડોસાએ પુત્રમેહને વશ થઈ પાછી એ આજ્ઞા પણ કાઢી. વળી પાછા જે હારે તે બાર વર્ષ વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસ ભોગવે અને અજ્ઞાતવાસમાં પકડાઈ જાય છે એ જ પ્રમાણે શિક્ષા અનુભવે, એવી શરત કરી. શકુનિએ પાસે ફેંક્યો અને પાછા જી. થયું! બે ઘડીની રમતમાં ધર્મરાજાએ જુગારથી આખા જીવનની આસમાની – સુલતાની કરી બતાવી. ઇન્દ્રપ્રસ્થ જવા ઉપડેલા ભાઈઓ અને પત્ની વલ્કલ પહેરી Page #116 -------------------------------------------------------------------------- ________________ ઘતપર્વ વનને રસ્તે પડ્યાં. વૃદ્ધ કુન્તી વિદુરને ઘેર રહી અને પાંડની ઇતર સ્ત્રીઓને પોતપોતાને પિયર જવું પડ્યું. ૫. શાસ્ત્ર સાથેની લડાઈમાંથી નિવૃત્ત થઈ દ્વારિકા પાછા ફરતાં પાંડની વિપત્તિની હકીક્ત કૃષ્ણના જાણવામાં આવી. વસુદેવ, બળરામ વગેરે યાદવ સાથે એ પાંડવોને અરયમાં જઈ મળ્યા અને મુલાકાત એમનું સાંત્વન કર્યું. દ્રૌપદીએ કૃષ્ણ આગળ અતિશય કલાન્ત કર્યું. એને થયેલા અપમાનની હકીકત સાંભળી કૃષ્ણ ખડે રેશમાં પ્રતિજ્ઞા કરી કે, “જેમના ઉપર તું ગ્ય કારણસર કુદ્ધ થઈ છે તેમની સ્ત્રીઓ આ પ્રમાણે ડૂસકે ડૂસકે રડશે અને તે સર્વ રાજાઓની મહારાજ્ઞી થઈશ.” દ. જે વખતે પાંડવે બાર વર્ષ વનવાસમાં અને એક વર્ષ અજ્ઞાતવાસમાં કાઢી રહ્યા હતા, તે સમયે કૃષ્ણ તત્ત્વ જ્ઞાનના ચિંતનમાં અને ગાભ્યાસમાં ગાજે. કૃષ્ણનું ઘર આંગિરસ પાસેથી તેમણે આત્મજ્ઞાનને તત્વચિંતન ને ઉપદેશ લીધે. જુદા જુદા મતાનું અને તત્ત્વનું યોગાભ્યાસ સંપૂર્ણ મનન કર્યું. નાનપણમાં મલશ્રેષ્ઠ અને - તરુણપણે ધનુર્ધારશ્રેષ્ઠ આવી એમની કીર્તિ હતી. હવે તે યેગી પણ થયા. એમનું વય વનવાસની શરૂઆતમાં આશરે ૭૦ વર્ષનું હતું. હવે તે ૮૩ વર્ષના થયા હતા. 1. પાછળ જુઓ નોંધ મી. Page #117 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધપ વનવાસ પૂરો થયે. પાંડવાએ અજ્ઞાતવાસમાંથી પ્રગટ થઈ પાતાના ભાગ માટે વળી માગણી કરી. અજ્ઞાતવાસનું વર્ષ ચંદ્રની કે સૂર્યની ગતિ પ્રમાણે ગણવું પડવાનું તે ઉપર મતભેદ થયા. ભીષ્મે પાંડવાની તરપ્રગટ થવું ફેણમાં નિર્ણય આપ્યા, પણ દુર્ગંધને તે સ્વીકાર્યાં નહીં. લડાઈ કર્યાં વિના હવે પાંડવાને બીજો ઇલાજ દેખાયા નહી. મદદ માગવા માટે અર્જુન દ્વારિકા દોડ્યો. દુર્યોધન પણ તે સાંભળી દ્વારિકા ગયા. કૃષ્ણે જવાબ આપ્યા : મારાથી હવે લડી શકાતું નથી. યુક્તિની બેચાર વાત જોઈતી હશે તે કહીશ. એકે મને લેવા અને ખીજાએ મારું સૈન્ય લેવું.” અર્જુને કૃષ્ણને પસંદ કર્યાં. અને દુર્યોધને સૈન્ય લીધું. બળરામ તટસ્થ રહ્યા અને યાત્રાએ નીકળી ગયા. યાદવેામાંથી કેટલાએક પાંડવાને અને કેટલાએક કૌરવાને જઈ મળ્યા. જોકે આ ટટા એક પ્રાન્ત જેટલા રાજ્ય માટે હતા, છતાં સંબંધને લીધે આખા હિંદુસ્તાનમાં તે વ્યાપી ગયા. ઠેઠ દક્ષિણ સિવાયના આખા ભારતવના ક્ષત્રિયા આ ખૂનખાર લડાઈ માટે તૈયાર થઈ કુરુક્ષેત્રમાં ભેગા થયા. દુર્યોધન તરફ અગિયાર અક્ષોહિણી અને પાંડવા તરફ સાત ૧. ૨૧૮૭૦ ગજસવાર, એટલા જ રથી, એથી ત્રણ ગણા ઘેાડેસવાર અને પાંચ ગણુા પાયદળનું લશ્કર એક અક્ષૌહિણી કહેવાય. એટલે એક અક્ષૌહિણીમાં ૨,૧૮.૭૦૦ તા લડનારા જ હોય; એ ઉપરાંત સારથિ, મહાવત વગેરે જુદા. એકદરે લગભગ ત્રણુ લાખ મનુષ્યબળ એક અક્ષૌહિણીમાં થાય. ૧૦૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધપ ૧૦૧ અક્ષૌહિણી સૈન્ય ભેગું થયું; એટલે લગભગ ચાપન લાખ માણસો આ પિત્રાઈ એની લડાઈમાં એકબીજાના પ્રાણ લેવા આવ્યા. ૨. લડાઈ શરૂ કરતાં પહેલાં યુધિષ્ઠિરે ટંટાના નિકાલ સમાધાનીથી લાવવા માટે ઘણા પ્રયત્ન કર્યો. છેવટે, માત્ર પાંચ ગામ લઈ સતાષ માનવાની તૈયારી કૃષ્ણવિષ્ટિ બતાવી કૃષ્ણને વિષ્ટિ કરવા હસ્તિનાપુર માકલ્યા. કૃષ્ણે તથા વિદુરે ધૃતરાષ્ટ્ર તથા દુર્યોધનને ઘણું ઘણું સમજાવ્યા, ભીષ્મે પણ કૃષ્ણને ટેકે આખે, પણ દુર્થાંને ગભર્યો ઉત્તર વાળ્યેા કે એક સાય ઊભી રહે એટલી જમીન પણ પાંડવાને મળશે નહી. સર્વ અનર્થાંનું કારણ દુર્થાંધન છે એમ વિચારી કૃષ્ણે ધૃતરાષ્ટ્રને દુર્ગંધનને કેદ કરવા સલાહ આપી. પણ માહવશ પિતાથી તે થઈ શકયુ નહીં. ઊલટું, દુČધને કૃષ્ણને કેદ કરવા પ્રયત્ન કર્યાં. પણ કૃષ્ણ ચતુરાઈથી છટકી ગયા. “ ૩. વિષ્ટિ માટેની આ મુલાકાત વખતે દુર્ગંધને શિષ્ટાચાર પ્રમાણે કૃષ્ણને રાજમહેલમાં રહેવા આમંત્રણ આપ્યું હતું; પણ કૃષ્ણ દુર્યોધનના ભાવરહિત આતિથ્યના લાલચુ ન હતા. એમણે કહ્યું : “ માણુસ એ કારણથી બીજાનું જમેઃ પેાતાને ખાવા ન મળે માટે, અથવા બીજાના પ્રેમને લીધે. મને ખાવાની આપત્તિ આવી નથી, અને તારા આમંત્રણ પાછળ પ્રેમ નથી. હું તારે ત્યાં કેમ જપું?'' ૧. ધૃતરાષ્ટ્રના સાવકા ભાઈ, પણુ દાસીપુત્ર. Page #119 -------------------------------------------------------------------------- ________________ १०२ કૃણ આમ કહી, એમણે વિદુરનું ગરીબ ઘર રહેવા માટે પસંદ કર્યું અને એની જોડે બેસી સાદાં શાકટલે ખાવામાં આનંદ મા. ૪. વિદુર એ આ કાળના ભારતવર્ષના ત્રણ મહાપુરુષમાંના એક ગણાય. એમનું જીવન અત્યંત સાદું હતું. ન્યાયપ્રિયતા અને ડહાપણમાં એમની બરોબરીએ વિદુર, ભીમ ભાગ્યે જ કોઈ થઈ શકે. ભીષ્મ ન્યાયપ્રિય અને કૃષ્ણ અને જ્ઞાની હતા, પણ એ પિતાને અર્થના દસ ગણી કૌરવોને અન્યાય અટકાવવાને અસમર્થ સમજતા, એટલું જ નહીં પણ એને ત્યાગ કરવા માટે પણ એ સમર્થ ન હતા. એમને બધા દાદા તરીકે ગણતા. રાજ્યકારભારમાં કે યુદ્ધમાં એમની મદદ વિના દુર્યોધનને ચાલતું નહીં. છતાં દુર્યોધન એમની પાસે પિતાનું ધાર્યું કરાવી શકતે. એટલે દુર્યોધનના અન્યાયોમાં એમની સહાય એ નિમિત્તકારણ ગણી શકાય. વિદુરને રાજખટપટમાં કાંઈ હિસ્સ નહે. એમની સાધુતા અને જ્ઞાનને લીધે જ માત્ર એમને બે વાત પૂછવામાં આવતી; પણ એમને કહ્યુંયે જવાબદારીનું કામ એંપાયું ન હતું. દાસીપુત્ર હોવાથી ક્ષત્રિય તરીકેનું પણ એમને માન ન હતું. એ દ્ધાયે ન હતા, પણ એમનામાં નીડરતાથી સત્યવચન કહેવાની ભારે હિંમત હતી. દુર્યોધન જે અન્યાય ચલાવી રહ્યો હતો અને પુત્રહને લીધે ધૃતરાષ્ટ્ર અને ટેકે આપે જ હતું, તે વિષે ધૃતરાષ્ટ્રને સમજાવી ફટકારી વિદુરે તેને અનેક રીતે Page #120 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધપર્વ ૧૦૩ ચેતવ્ય. મહાભારતના વિદુરનીતિ નામે ભાગમાં એણે ધ્રુતરાષ્ટ્રને આપેલી શિખામણને સમાવેશ થાય છે. વ્યવહારમાં ધર્મનીતિ કેવી હોય અને કેવી રીતે જાળવી શકાય એનું એમાં વિવેચન છે. કૌર પિતાની હઠ છોડતા નથી એમ જ્યારે એને લાગ્યું ત્યારે એણે કીરને ત્યાગ કર્યો અને હસ્તિનાપુર છેડી તીર્થે ચાલી નીકળ્યા. કૃષ્ણ પોતે શસ્ત્ર ન ઉગામવાને નિશ્ચય કર્યો, પણ પાંડવોના પક્ષમાં ભળ્યા. આ રીતે આ ત્રણ જ્ઞાની અને મહાત્મા પુરુષોએ કુટુંબકલેશમાં ત્રણ જુદી જુદી જાતના ભાગ ભજવ્યા. એકે અન્યાયી છતાં ચાલુ મુકુટધારી રાજાને ટકાવી રાખવામાં જગતનું કલ્યાણ માન્યું, બીજાએ એનો ત્યાગ કરી મૌન ધરવાનું ઉચિત માન્યું, અને ત્રીજાએ એ રાજાને નાશ કરવામાં જ પુરુષાર્થ મા. સત્યાસત્યને ઠીક વિવેક કરી શકનારાઓમાંયે આવી ત્રણ પ્રકારની દૃષ્ટિ દરેક કાળમાં જોવામાં આવે છે, અમુક સમયે ચક્કસ ધર્મ છે એ ઠરાવવું કેટલું મુશ્કેલ છે તે એ બતાવે છે, અને તેથી, પિતાને જે સત્ય લાગે તે આચરતાં છતાં જુદે માર્ગ લેનારાની પ્રામાણિક્તા વિષે દેવારે પણ ન કરવાનું શીખવે છે. - પ. બંને બાજુથી લડાઈની તૈયારીઓ થઈ કુરુક્ષેત્રમાં બન્નેનાં દળે બેઠવાયાં. કૃષ્ણ અર્જુનનું સારથિત્વ લીધું. આ પ્રસંગને, મહાભારતના કવિઓએ તત્ત્વઅર્જુનને ' જ્ઞાનની દષ્ટિએ તપાસી ધમધમનું શાસ્ત્ર વિષાદ વિચારવામાં સાધનરૂપ બનાવ્યું છે. પ્રસંગ એમ આયે છે કે જાણે લડાઈ શરૂ કરવાની અણી વખતે Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ કૃષ્ણ બે બાજુનું સર્વ સૈન્યદળ નિહાળવા અજુનને રથ આગળ આવ્યા. શંખે ફૂંકાયા. અર્જુન બે બાજુની તપાસણી કરવા લાગ્યું. ત્યાં અને જોયું કે આ લડાઈમાં કેવળ સગાંવહાલાંઓ જ પરસ્પર લડે છે. આવા ભયંકર યુદ્ધનાં માઠાં પરિણામ તેની દૃષ્ટિ આગળ તરી આવ્યાં. એણે એમાં પ્રજાને નાશ, ક્ષાત્રવૃત્તિને લેપ અને આર્યોની અધગતિ સ્પષ્ટ જોઈ. આથી એને બહુ શોક થયો. એ લડાઈમાંથી નિવૃત્ત થવા તત્પર થયે. એને આ શેક કુસમયે, પિતાની ક્ષાત્રપ્રકૃતિમાં રહેલા બળવાન સંસ્કારની પૂર્ણ ઓળખાણ વિના અને સદઅસવિવેકના બળથી નહીં, પણ ક્ષણિક મેહથી ઉત્પન્ન થયેલે જાણી, કૃષ્ણ એને જ્ઞાનપદેશ આપે છે. જે ભાગમાં આ ચર્ચા થઈ છે તે ભગવદ્ગીતા. આ ઉપદેશથી અર્જુનને મોહ ઊતરી ગયે અને તે લડાઈ માટે સજ્જ થઈ ગયે. ૬. ગીતાનું રહસ્ય ટૂંકામાં સમજાવવું સહેલું નથી. લખાણ દ્વારા એ રહસ્ય જાણી શકાય જ એમ ખાતરી ગીતાપદેશ : જ નથી. જે વાચકને માટે આ જીવનચરિત્ર " જાયેલું છે તે એનું સર્વ રહસ્ય સમજી શકે એવી સાધારણ રીતે આશા રાખી શકાય નહીં. એમને એટલું જ કહી શકાય કે એ શાસ્ત્રનું સન્દુરુષ પાસેથી વારંવાર શ્રવણ કરવું, શ્રદ્ધાથી એનું વારંવાર મનન અને ૧. છતાં આ જ લેખકને લખેલો “ગીતામન્થન” નામને ગ્રંથ વાંચવા ભલામણ છે. -પ્રકાશક Page #122 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધપ ૧૦૫ અધ્યયન કરવું, ઇંદ્રિયા અને મનને સંયમમાં રાખી ભક્તિ કરવી અને સત્ય, દયા, ક્ષમા, અહિંસા, બ્રહ્મચય ઇત્યાદિ ગુણા વધારવા, એટલે પેાતાની યાગ્યતા પ્રમાણે પેાતે જ પેાતાની મેળે ગીતાને સમજતે જશે, અને જેમ જેમ તેની ચેાગ્યતા વધશે તેમ તેમ તેમાં નવું રહસ્ય સમજાશે. જ્યાં સુધી ગીતાનું રહસ્ય સમજાયું ન હોય ત્યાં સુધી સત્કર્મોંમાં પ્રીતિવાળા થવું, પેાતાનાં દેશ, કાળ, વય, પરિસ્થિતિ, જાતિ, શિક્ષણ, કુળ વગેરેના સંસ્કારોને અનુસરી જે કન્યકર્માં પ્રાપ્ત થાય તે ધબુદ્ધિથી, એ દ્વારા પરમપદની પ્રાપ્તિ માટે લાયકાત મેળવવાની ઈચ્છાથી કર્યાં જવાં. આ માગ નિર્ભયતાનેા છે. એ રીતે વન રાખનારની ઉન્નતિ થયા વિના રહે જ નહી'. ૭. કહેવાય છે કે વિ. સ. પૂર્વે ૩૦૪૬ના વર્ષના માગશર સુદ ૧૧થી અઢાર દિવસ સુધી ઘનાર યુદ્ધ ચાલ્યું. એ લડાઈની બધી વાતા અહીં કહેવી પાલવે યુદ્ધગણુ ન નહીં. એમાંના કૃષ્ણને લગતા બેચાર પ્રસંગે જ અહીં વર્ણવીશું. દશ દિવસ સુધી ભીષ્મ કૌરવાના અને ભીમ પાંડવાના સેનાપતિ હતા. જોકે પાંડવા કૌરવાને કચ્ચરઘાણ તે ખૂબ કરતા, પણ ભીષ્મ હોય ત્યાં સુધી જીતવું કઠણ હતું. નવમે દિવસે ભીષ્મે પાંડવાનું ખૂબ નુકસાન કર્યું. અર્જુનને બચાવવા કૃષ્ણે રથને ફેરવવામાં પેાતાની સવ કુશળતા દાખવી, તાપણુ અર્જુન મૂતિ થયા. આ આ જોઈ કૃષ્ણને બહુ માઠું લાગ્યું. એમને થયું કે ભીષ્મ પોતે પવિત્ર અને પૂજનીય હોવા છતાં કૌરવાના પક્ષ તાણી Page #123 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ અમને આશ્રય આપે છે. એ એક મરે તે લડાઈને અંત વહેલે આવે. આ વિચારથી પિતાની ન લડવાની પ્રતિજ્ઞા છતાં કૃષ્ણ સુદર્શન ચક્ર લઈ ભીષ્મના રથ ભણું દોડ્યા. કૃષ્ણને પિતાની સામે ચક લઈ આવતા જોઈ ભીમે મહાન આશ્ચર્યકારક કૃત્ય કર્યું. એણે પોતાનાં ધનુષ્યબાણ રથમાં મૂકી દીધાં અને બે હાથ જોડી બોલ્યા: “દેવદેવેશ જગત્રિવાસ શ્રીકૃષ્ણ! તારે હાથે મરણ આવે તે ઘણું જ સારું. આલેક અને પરલોક બને સુધરે. આવ અને ખુશીથી મને માર.” આ પ્રેમની ઢાલ આગળ બિચારા સુદર્શન ચકની ધાર પણ બુઠ્ઠી થઈ ગઈ. પ્રતિજ્ઞા ભૂલી મારવાને ઉઘુક્ત થયેલા કૃષ્ણ શાંત થઈ ગયા. એમણે ભીષ્મને અન્યાયન પક્ષ લઈ અનર્થનું મૂળ ન થવા સમજાવ્યા. ભીમે કહ્યું? રાજા પરમ દૈવત છે. તેનું અમારાથી નિવારણ કરી શકાય નહીં.” કૃણે કહ્યું: “કંસને યાદવોએ દૂર કર્યો. કારણ કે તેને સમજાવતાં છતાં પણ તે સમયે નહીં. એ તને ખબર છે?” આ પ્રમાણે અધમી રાજાને દૂર કરાય કે નહીં એ વિષે તાત્વિક વાદવિવાદ ચાલતું હતું, એટલામાં અર્જુન સાવધ થયે અને કૃષ્ણને પ્રતિજ્ઞા ન તેડવા સમજાવી રથમાં પાછા લઈ ગયે. ફરીથી રીતસર યુદ્ધ શરૂ થયું. ૮. દશમે દિવસે પાછું અર્જુન અને ભીષ્મ વચ્ચે યુદ્ધ શરૂ થયું. તે દિવસે અર્જુનનાં બાણોની વૃષ્ટિથી ભીમ વીંધાઈ ગયા. આ પ્રમાણે આ નૈષ્ઠિક બ્રહ્મચારી, ભીમનો જ જ્ઞાની મહાત્માની જીવનલીલા પૂરી થઈ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ યુદ્ધપર્વ ૯ ભીષ્મ પછી દ્રોણાચાર્યને કૌરનું સેનાપત્ય મળ્યું. ત્યાર પછી ત્રીજે દિવસે અર્જુનને પુત્ર અભિમન્યુ અતિશય - વીરતા દાખવી રણમાં પડ્યો, તે રાત્રે અને દ્રોણનું સેનાધિપત્ય પ્રતિજ્ઞા કરી કે બીજા દિવસના સૂર્યાસ્ત આ પહેલાં દુર્યોધનના બનેવી જ્યદ્રથને વધ ન થાય તે પોતે ચિતામાં બળી મરે. બીજે દિવસે જયદ્રથનું રક્ષણ કરવા કૌરેની વ્યુહરચના મંડાઈ. પણ છેવટે પિતાની જ ગફલતીથી છેક સૂર્યાસ્ત સમયે તે માર્યો ગયે અને અર્જુનની પ્રતિજ્ઞા પાર પડી. આથી ક્રોધે ભરાઈ કૌરવોએ રાત્રિયુદ્ધ શરૂ કર્યું. કણે જોરથી પાંડ પર હલ્લો કર્યો. પણ ભીમનો પુત્ર ઘટત્કચ રાત્રિયુદ્ધમાં કુશળ હતો. એણે કૃષ્ણની સલાહથી રાક્ષસી માયા રચી. કૌર પર પથરા વગેરેની વૃષ્ટિ કરી ખૂબ ઘાણ વાળે; એટલે કણે એના ઉપર પિતાની અમેઘ શક્તિ નાખી એને અંત આણ્યો. કર્ણને એવું વરદાન હતું કે એ શક્તિ જેના ઉપર એ નાખે તેને અવશ્ય વધ થાય, પણ એ શક્તિને એનાથી એક જ વાર ઉપયોગ થઈ શકે. એ શક્તિને એ અજુન સામે ઉપયોગ કરવા ધારતું હતું, પણ એ શક્તિ ઘટેકચ ઉપર વપરાઈ જવાથી અર્જુન એ વિષે ભયમુક્ત થયો. ૧૦. બીજે દિવસે કોણે દ્રૌપદીના પિતા તથા ત્રણ ભાઈઓને ઠાર કર્યા. આથી દ્રૌપદીના મેટા ભાઈ ધૃષ્ટદ્યુમ્ન A તથા દ્રોણ વચ્ચે દારુણ યુદ્ધ ચાલ્યું. પાંચ 1 દિવસના સતત શ્રમથી થાકી ગયેલા કોણે છેવટે પિતાનાં શત્રે મૂકી દીધાં અને ક્ષણ વાર સમાધિ લગાવી. તે અવસર જેઈ ધૃષ્ટદ્યુમ્ન દ્રોણનું માથું ઉડાડી દીધું. Page #125 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ ની વ કરાવવું 2. એણે જ કરાવ્યાંક ૧૧, દ્રોણ પછી કણ સેનાપતિ થયે. એની અને અર્જુનની વચ્ચે દારુણ યુદ્ધ ચાલ્યું. એ બેમાં કેણ ચડે એ ઠરાવવું મુશ્કેલ છે. પણ કણ ગર્વિષ્ઠ અને - બડાઈખેર હતું. એણે અત્યાર સુધીમાં દુર્યોધનને બેટી સલાહ આપી અનેક અકર્મો કરાવ્યાં હતાં. લડાઈમાં એનું દૈવ વિપરીત થયું. એના રથને ચાક એકાએક એક ખાડામાં ખેંચી ગયે. એને ઊંચકીને બહાર કાઢવા માટે એણે શસ્ત્ર મૂકી દીધાં અને અર્જુનને પણ થોડી વાર લડાઈ ભાવવા કહ્યું. પણ કૃષ્ણ એમ કરવા અર્જુનને ચોખ્ખી ના પાડી અને કહ્યું કે જેણે પપદે અધર્મ કર્યો છે તેને આ સમયે સ્વાર્થ માટે ધર્મનું બહાનું કાઢવાને અધિકાર નથી. આથી અજુને પોતાનાં બાણ ચાલુ રાખ્યાં. કણું ચાકને કાઢવા જતાં એક બાણથી વીંધાઈ મરણ પામ્યા. ૧૨. હવે કૌરવોની પડતી થવા લાગી. દુર્યોધન તે સિવાય સર્વ ભાઈઓ અને એના ઘણાખરા ૧૧ દ્ધાઓ તથા સૈન્ય માર્યા ગયાં હતાં. છેવટે દુર્યોધનને નાસીને એક ધરામાં સંતાઈ જવું પડ્યું. ત્યાં પણ એ પકડાયે, ત્યાં ભીમ અને દુર્યોધન વચ્ચે ગદાયુદ્ધ થયું. આ વખતે ભીમે કળયુદ્ધ કરી, કૌરવરાજાની સાથળ ઉપર ગદાનો પ્રહાર કરી એને મરણતેલ ઘાયલ કર્યો. ૧૩. લડાઈનો હવે અંત આવી ગયે. પાંડવોએ કૌરવોના તંબૂઓને કબજે લીધે અને તેમાં પોતાના પક્ષનાં રહ્યાંસહ્યાં માણસને રાખ્યાં. રાત્રે અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા યાદવે એ તંબૂમાં પિસી ઊંઘમાં Page #126 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધપવ ૧૦૯ એમનાં ખૂન કર્યાં. એમાં ધૃદ્યુમ્ન, દ્રૌપદીના પુત્રો વગેરે માર્યાં ગયા. કૃષ્ણે દીઘદિષ્ટથી પાંડવાને એ તબૂમાં રાતવાસા ન કરવા સલાહ આપી હતી, એટલે તેએ પાતે ત્યાં રહ્યા ન હતા. તેથી માત્ર એટલા જ ખેંચી ગયા. ૧૪. આ રીતે કૃષ્ણના સુકાન તળે રહી પાંડવા આ રણુ-નદી તરી ગયા ખરા, પણ એ છત હાર કરતાં ઊજળી નહાતી. પાંડવપક્ષમાં પાંચે ભાઈ, કૃષ્ણ અને સત્રજિત યાદવ એ સાત, અને કારવપક્ષમાં કૃષ, અશ્વત્થામા અને કૃતવર્મા એ ત્રણ ખાકી રહ્યા. ૧૫. લડાઈ પૂરી થયા પછી યુધિષ્ઠિર પશ્ચાત્તાપ કરવા લાગ્યા. રાજ્ય સ્વીકારવાની એણે ના પાડી. કૃષ્ણે એને ઘણા સમજાવ્યા, પણ એના મનનું સમાધાન થયું નહી. છેવટે કૃષ્ણે એને રણક્ષેત્રમાં ઘાયલ થઈ પડેલા ભીષ્મ પાસે લઈ ગયા. એણે કરેલા રાજધમ અને મોક્ષધર્મના ઉપદેશથી યુધિષ્ઠિરનું સમાધાન થયું અને એ રાજ્ય સ્વીકારવા કખલ થયા. એને અભિષેક કરી તથા અશ્વમેધ કરવાની સલાહ આપી કૃષ્ણ સહેજ નવરા પડે છે એટલી વારમાં વળી એક ખીજું સંકટ પાંડવા પર આવ્યું. યુદ્ધમાં પાંડવાના સર્વે પુત્રો માર્યા ગયા હતા, માત્ર અભિમન્યુની વિધવા ઉત્તરા તે વખતે સગર્ભા હતી. એના ઉપર જ વંશના વિસ્તારના આધાર રહ્યો હતા, પણ છેલ્લે અશ્વત્થામાએ ગભ ઉપર પણ બ્રહ્માસ્ત્ર નાખી એને મારી વૈષ્ણુવાસ્ત્ર, અગ્ન્યાસ્ત્ર પરિક્ષિતપુનર્જ્જીવન ૧. ભારતયુદ્ધમાં બ્રહ્માસ્ત્ર, નારાયણાસ્ત્ર, વગેરે અનેક અસ્રોનાં નામ આવે છે, એમ મનાય છે કે એ મંત્ર Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ નાખ્યું હતું. આથી એ બાળક મરેલું અવતર્યું. હવે વંશ ચાલુ રહેવાની સર્વ આશા નષ્ટ થઈ. સ્ત્રીઓમાં રડારોળ થઈ રહી. ઉત્તરા કૃષ્ણની આગળ ખૂબ વિલાપ કરવા લાગી. એ કૃષ્ણથી જોઈ શકાયું નહીં. દયાથી એમનું હૃદય ભરાઈ આવ્યું. એ ઉત્તરાને ઓરડામાં ગયા અને એક આસન પર આચમન કરી બેઠા. પછી મૃત બાળકને ખોળામાં લઈને માટે સ્વરે બોલ્યા: “હું આજ સુધી મશ્કરીમાં સુધ્ધાં અસત્ય બોલ્યા નથી અને યુદ્ધમાંથી પાછા ફર્યો નથી, તે મારાં પુણ્યથી આ મૃત બાળક જીવતે થાઓ ! મારી સદૈવ ધર્મપ્રિયતા અને ધર્મના અધિષ્ઠાતા બ્રાહ્મણે પ્રત્યેની પૂજ્યતાને લઈને અભિમન્યુને પુત્ર જીવન્ત થાઓ. મેં વિજયમાં સુધાં બીજાને વિરોધ કર્યો નથી. તેને લઈને આ બાળકને પ્રાણ પાછા આવે ! કંસ અને કેશીને મેં ધર્મથી નાશ કર્યો હોય તે તે બાબતથી આ બાળક ફરીથી સચેત થાઓ ” આમ શ્રીકૃષ્ણ બેલતા હતા, ત્યાં ધીમે ધીમે તે બાળકને શ્વાસ ચાલવા લાગે અને થેડી વારમાં તેણે વિદ્યાની શક્તિઓ છે. એ અસ્ત્રવિદ્યા હવે લુપ્ત થઈ ગઈ છે; પણ એ વાત ખરી છે એમ માનવું ભૂલભરેલું છે. મંત્રથી સર્પ, વીછી વગેરે ઉતારનારા આજે પણ હોય છે. એક વાર મંત્રવિદ્યા સાધવાનું ભારતવર્ષમાં વ્યસન જ થઈ પડ્યું હતું. સર્વે અસામાન્ય બાબતમાં બને છે તેમ આયે પુષ્કળ દુરપયોગ થાય છે, અને એનાં નામ નીચે પાખંડો ચાલે છે. આથી આવી વિદ્યાઓ વિષે જેઓ અશ્રદ્ધા ધરાવે છે તેઓ વધારે સલામત માગે રહે છે. જે વસ્તુ પિતે સમજી શકતો નથી, તેમાં શ્રદ્ધા મૂતાં સંકોચ રાખવો, એમાં દોષ નથી. જેટલું સત્ય હશે, તેમાં, અનુભવ આવ્ય, શ્રદ્ધા ઉપન્ન થશે જ. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ઉત્તરપર્વ રુદન કરવા માંડયું. આ બાળક તે રાજા પરીક્ષિત, જેને શુકે ભાગવત સંભળાવ્યું એવી પુરાણની કથા છે. ત્યાર પછી યુધિષ્ઠિરને અશ્વમેધ થયે. યજ્ઞને ઉત્તમ રીતે પાર પાડી શ્રીકૃષ્ણ દ્વારિકા આવ્યા. ઉત્તરપર્વ યુદ્ધ પછીનું કૃષ્ણનું બાકીનું જીવન ઘણુંખરું દ્વારિકામાં જ ગયું, યુદ્ધ પછી કૃષ્ણ કેટલાકને મતે ૩૬ અને કેટલાકને મતે ૧૮ વર્ષ જીવ્યા હતા. આ અવધિમાં એમણે અનેક મુમુક્ષુઓને જ્ઞાનને ઉપદેશ કર્યો, બે-બ્રાહ્મણની રક્ષા કરી, ગરીબેને દાન આપી તેમનાં દુઃખ ટાળ્યાં. એમાંથી સુદામાની વાત પ્રસિદ્ધ છે. ૨. સુદામા અને કૃષ્ણ સાંદીપનિની શાળામાં સાથે ભણ્યા હતા અને બન્ને ગાઢ મિત્રો થયા હતા. પણ સુદામાને ગૃહસંસાર ઘણો ગરીબીવાળે થયે. છે તેની પત્નીના આગ્રહથી એ એક વાર કૃષ્ણ પાસેથી મદદ મેળવવાની આશાથી દ્વારિકા ગયા. મિત્રને ભેટ તરીકે આપવા ગરીબ બ્રાહ્મણીએ ક્યાંકથી માગી આણેલા એ મૂઠી પૌંઆ સુદામાની પિછડીએ બંધાવ્યા. કૃષ્ણ રુકિમણીના મહેલમાં બેઠેલા હતા, ત્યાં સુદામા જઈ પહોંચ્યા. તેને જોતાં જ કૃષ્ણ આનંદથી પલંગ પરથી કૂદી પડ્યા. બનેની આંખમાંથી આંસુનાં નીર વહેવા લાગ્યાં. કૃણે ઊના પાણી વતી સુદામાનાં ચરણે ધોયાં અને તે ચરણદકને પિતાની આંખે લગાડ્યું. મધુપર્કથી તેની પૂજા કરી અને પિતાના જ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કૃષ્ણ પલંગ ઉપર બેસાડ્યા. બાળપણની અને વિદ્યાર્થી અવસ્થાની વાતે કરવામાં બે મિત્રોએ આખી રાત ગાળી. કણે સુદામાની કૌટુંબિક સ્થિતિના સમાચાર પૂછયા અને ભાભીએ મોકલેલી ભેટ માટે અત્યંત પ્રેમથી માગણી કરી ! સુદામાએ લજવાતાં લજવાતાં પૌંઆની નાની પોટલી કાઢી આપી. જાણે અમૃત મળ્યું હોય એમ કૃષ્ણ તેમાંથી મૂઠી ભરી વખાણ વખાણું ખાધા. બીજી મૂઠી રુકિમણી વગેરેએ માગી લીધી. બીજે દિવસે કૃષ્ણની સ્ત્રીઓએ સ્નાનાદિક વગેરેથી અને મિષ્ટાન્નથી બ્રાહણનું સારી રીતે આતિથ્ય કર્યું. સુદામા ઘેર જવા નીકળ્યા તે વખતે કૃષ્ણ દૂર સુધી વળાવવા ગયા. શરમના માર્યા સુદામાએ કૃષ્ણની આગળ કશી યાચના કરી નહીં. કદાચ મૈત્રીને પવિત્ર સમાનતાને સંબંધ દાતા અને યાચકના હીન સંબંધથી કલુષિત થવાની ધાસ્તીથી કૃષ્ણ પણ વિદાય કરતાં એને કશું આપ્યું નહીં, પણ સુદામાએ ઘેર જઈ જોયું તે પિતાને ઘેર સમૃદ્ધિ જોઈ. આ સર્વ સંપત્તિ કૃષ્ણ તરફથી આવી એમ જ્યારે એના જાણવામાં આવ્યું ત્યારે પ્રેમ અને કૃતજ્ઞતાથી તેનું હૈયું ભરાઈ ગયું અને કૃષ્ણની મિત્રભક્તિ માટે આશ્ચર્ય થયું. ૩. રાજમદ એ કૃષ્ણના કાળના ક્ષત્રિનું પ્રધાન દૂષણ હતું. એ મદનું મર્દન કરવું એ કૃષ્ણના જીવનનું દયેય હતું એમ કહી શકાય. એ ઉદ્દેશથી એમણે યાદને રાજમદ રાજ્યલાભી અને ઉન્મત્ત કંસ, જરાસંધ, શિશુપાળ ઈત્યાદિને નાશ કર્યો. એ જ ઉદ્દેશથી કૌરવકુળનું નિકંદન કરાવતાં આંચકો ખાધે નહીં, પણ હવે Page #130 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરપર્વ ૧૧૩ એ રાજમદ ત્યાંથી ઊતરી સ્વજ્ઞાતિમાં ભરાયે. એમના પ્રભાવથી યાદવે સમૃદ્ધિને શિખરે પહોંચ્યા હતા. એમને “તું” કહેવાની કોઈની હિંમત ન હતી, એટલે એ પણ હવે છકી ગયા. માથે શત્રુ ન રહ્યા એટલે વિલાસી થયા. જૂગટું અને દારૂનું છડેચોક સેવન કરવા લાગ્યા. દેવપિતૃની નિંદા, અને પરસ્પર દ્વેષ દિવસે દિવસે વધવા લાગ્યાં. સ્ત્રીઓની ઉપર નિર્લજ્જપણે અત્યાચાર કરવા લાગ્યા. આવી યાદવેની અવનતિ જોઈને કૃષ્ણને બહુ દુઃખ થયું. એ સ્થિતિ સુધારવા વૃદ્ધ વસુદેવ રાજાએ પુષ્કળ પ્રયત્ન કર્યો. દારૂ પીવાની મનાઈ કરી, પણ યાદવેએ છૂપી રીતે તે વ્યસન ચાલુ જ રાખ્યું, અને એમનું ઉન્મત્તપણું કમતી થયું નહીં, આ સર્વ વિપરીત બુદ્ધિ વિનાશકાળની નિશાની છે એમ કૃણે જોઈ લીધું. આથી પ્રવૃત્તિમાંથી તેમનું મન ઉદાસ થવા લાગ્યું. ૪. વિ. સં. પર્વે ૩૦૧૦ (અથવા ૩૦૨૮)મા વર્ષે કાતિક વદિ ૩૦ ને દિવસે સૂર્યગ્રહણ થયું હતું. એ પર્વ . નિમિત્ત કૃષ્ણ સર્વ યાદવેને પ્રભાસતીર્થ યાદવસ હાર જવાની સલાહ આપી. સ્ત્રીપુત્ર સહિત સવ યાદવે ત્યાં ગયા. ગ્રહણ છૂટ્યા પછી ત્યાં એક મહોત્સવ થયે. સુરને પ્રતિબંધ અહીં લાગુ ન હોવાથી નાચતાલ સાથે દારૂ પણ બેશુમાર ઊડ્યો. વાતવાતમાં ભારતીય યુદ્ધની સ્મૃતિઓ શરૂ થઈ. તેમાં વિરુદ્ધ પક્ષમાં ગયેલા એકબીજાની જોડે વાદવિવાદે ચડ્યા. વાદમાંથી ગાળાગાળી અને ગાળમાંથી લડાઈએ ઊતરી પડ્યા. થોડી વારમાં તે લેહીની નદીઓ વહેવા લાગી. માત્ર બળરામ અને કૃષ્ણ તટસ્થ રહ્યા; રા-૮ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કૃષણ પણ તેમને મારવા યાદ ઊઠયા, ત્યારે તેમણે પણ શ ઉઠાવ્યાં. શસ્ત્રો ન મળ્યાં, એટલે સમુદ્રતીરે ઊગી નીકળેલી મોટી મોટી ડાંગ જેવી સોટીઓ લઈ તેથી સર્વે ભાંડયા. ફક્ત સ્ત્રીઓ, છોકરાં, દ્વારિકામાં રહેલાં વૃદ્ધ જને અને રામ તથા કૃષ્ણ સિવાય સ યાદવ ક્ષત્રિયેને આ દારની ધૂનમાં નાશ થયે. કૃષ્ણના સર્વે પુત્ર-પૌત્રે પણ આ યુદ્ધમાં પડ્યા. ૫. ભારતીય યુદ્ધની શરૂઆતમાં કુળના સંહારથી જ અનિષ્ટ પરિણામે નિપજવાની અર્જુનને ધાસ્તી હતી, તે સર્વ સાચી પડી. અસુરના નાશથી ભૂભાર ઉતારવાની કૃષ્ણની મુરાદ એ વ્યકિતઓના સંહાર પૂરતી સાચી પડી, પણ આસુરી સંપત્તિને નાશ થયે નહીં. એ તે રબરની કોથળીમાં ભરેલી હવાની માફક ડાબે ખૂણો દાબતાં જમણે ખૂણે અને જમણો ખૂણે દાબતાં ડાબે ખૂણે ફૂલી ઊઠેલી જણાઈ ! ૬. કૃણે પિતાના સારથિને બોલાવી આ ભયંકર હકીકત હસ્તિનાપુર જઈ પાંડવોને જણાવવા કહ્યું અને યાદવાની સ્ત્રીઓ તથા બાળકને દ્વારિકાથી લઈ જવા અર્જુનને સંદેશે કહેવડાવ્યું. સારથિ હસ્તિનાપુર ગયો અને કૃષ્ણ સ્ત્રીઓ તથા બાળકોને દ્વારિકા પહોંચાડવાં. બળરામે પ્રાણને નિરોધ કરી દેહ છોડવા સમુદ્રકિનારે આસન વાળ્યું. કૃષ્ણ દ્વારિકા જઈ વસુદેવ-દેવકીના પગમાં માથું મૂકી સર્વે શેકજનક સમાચાર સંભળાવ્યા અને ગથી પ્રાણત્યાગ કરવાને પોતાનો નિશ્ચય જણાવ્યું. નિર્વાણ Page #132 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરપર્વ ૧૧૫ નમસ્કાર કરી કૃષ્ણ શહેર બહાર નીકળ્યા અને એક ઝાડને અઢેલી ડાબી સાથળને ઊભી રાખી, તે ઉપર જમણો પગ મૂકી બ્રહ્માસન વાળી બેઠા. એટલામાં એક ભલે કૃષ્ણના પગના તળિયાને મૃગનું મોં સમજી તે ઉપર તાકીને બાણ માયું. આ રીતે આ મહાન પુરુષને ઓચિંતે અંત આવ્યો. ૭. શ્રીકૃષ્ણનું આખું ચરિત્ર નિઃસ્વાર્થ લેકસેવાનું અનુપમ દષ્ટાન્ડ છે. જમ્યા ત્યારથી તે લગભગ સે કે - સવાસો વર્ષ સુધી એમણે કદીયે નિરાંત વાળી કૃષ્ણમહિમા નથી. બાળપણને ગરીબીમાં પારકાને ઘેર કાવ્યું; પણ એ બાળપણને પણ એમણે એવી સુંદર રીતે દીપાવ્યું કે ભારતવર્ષને માટે ભાગ એ બાળકૃષ્ણની ઉપર જ મુગ્ધ થઈ માત્ર એટલા જ જીવનને પણ અવતાર માનવામાં પિતાને કૃતાર્થ થતે સમજે છે. એમની યુવાવસ્થા માતાપિતાની સેવામાં, રખડતાં સ્વજનેને એકત્ર કરી એમનામાં નવું જીવન જગાડવામાં, પિતાના પરાક્રમથી નિ સહાય રાજાઓને મદદ કરવામાં અને સામ્રાજ્યની રાજાઓને સંહાર કરવામાં ગઈ એમના આયુષ્યને ત્રીજે કાળ એમણે તત્વચિંતન અને જ્ઞાનપ્રાપ્તિમાં ગાળે. આ પછી તેમણે યુદ્ધ કરવાનું છેડી દીધું, તે પણ પિતાના ચાતુર્યથી ન્યાયીને ન્યાય આપવામાં એમણે પાછી પાની કરી નથી. એમને જ લીધે નરકાસુરના પંજામાંથી અબળાઓને છુટકારે થયે, જરાસંધને પુરુષમેધ અટક્યો અને પાંડવોને ન્યાય મળ્યો. ભારેમાં ભારે રાજ્યખટપટ કરતાં છતાંયે એમણે મશ્કરીમાં Page #133 -------------------------------------------------------------------------- ________________ પણ અસત્ય ભાષણ કર્યું નથી, ધર્મના પક્ષને છેડો નથી, વિજયમાંયે શત્રુને વિરોધ કર્યો નથી, એવી એમની પ્રતિજ્ઞા મહર્ષિ વ્યાસે ગાઈ છે, અને એની સાબિતી તરીકે પરીક્ષિતનું પુનરુજજીવન વર્ણવ્યું છે. આટલું છતાંયે એમના ઉપર જ્યાં અનીતિ કે કપટનું આળ ચડે એવું જણાય છે, ત્યાં ત્રણ કારણે છે; (૧) તે કાળની યથાર્થ હકીકત સમજવામાં કાંઈક ખામી, (૨) શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે એમ ઠરાવવા માટે જ્યારે સંપ્રદાયપ્રવર્તકને પ્રયત્ન થયે, ત્યારે ભગવાનને તે સત્કર્મ તેમ જ કુકર્મ બધું કરવાની છૂટ હેય, અને બધું કરતાં છતાં એ નિલેપ હય,– એ સિદ્ધાંત વાચકના મન પર ઠસાવવા માટે, કૃષ્ણને નીતિ તેમ જ અનીતિ બનેના આચરનારા તરીકે ચીતરવા માટે એમના જીવનમાં નવાં વૃત્તાન્ત જેડીજોડીને ઉમેરવામાં આવ્યાં. આ અતિશય અગ્ય થયું એમાં શક નથી. કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ બનાવવા જતાં સામાન્ય નીતિપરાયણ સજ્જનથીયે હલકા તેઓએ ચીતર્યા, અને (૩) કૃષ્ણકથા કેઈ અમૂર્ત વિચારની મૂર્ત રૂપકાત્મક કથા છે એમ ઉપલા હેતુથી જ સમજવાની કલ્પના શરૂ થઈ અને એ કલ્પનાના પિષનારાઓએ પિતે કપેલાં રૂપકને વધારે વિસ્તાર કરવા માટે એને અનુકૂળ વધારે કર્યો. દા. ત. રાધાવિવાહ, ગોપીઓ સાથેને કપેલે વ્યભિચાર સંબંધ, રાસલીલા એ બધાં રૂપક છે એમ વૈષ્ણવ વિચારકનું કહેવું છે. એમ હોય તો એ કથાઓ કાલ્પનિક છે એમ કરે છે.' ૧. જુઓ પાછળ નેધ ૯મી. Page #134 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર૫ર્વ ૧૧૭ ૮. કૃષ્ણના દેહાંત પછી વૃદ્ધ વસુદેવ, દેવકી અને કૃષ્ણની પત્નીઓએ કાષ્ટભક્ષણ કર્યું. બાકીના પાંહ હિમાલયમાં : એક માણસને અર્જુન હસ્તિનાપુર લઈ ગયે. કૌરનું નિકંદન કરનાર બાવલી અજુન વૃદ્ધાવસ્થાથી અને કૃષ્ણના વિયેગથી એટલે બધે નિર્બળ બની ગયા કે રસ્તામાં કેટલાક લૂંટારુઓ સામે પણ એ સંઘનું રક્ષણ કરી શક્યો નહીં, અને એનું દ્રવ્ય લૂંટાયું. પાંડની રાજપ્રતિષ્ઠા અને શાસનમાં કેટલી ઢીલાશ આવી હશે એ આ નાનકડા બનાવમાં તરી આવે છે. યુધિષ્ઠિરે યાદવેના જુદા જુદા વંશજોને જુદે જુદે ઠેકાણે રાજાઓ બનાવી પિતાની કૃતજ્ઞતા દર્શાવી. પછી પરીક્ષિતને સિંહાસન પર બેસાડી પાંચે ભાઈએ દ્રોપદી સાથે હિમાલયમાં ચાલી નીકળ્યા. ત્યાં જ તેમને અંત થયે. ૯. કૃષ્ણના અંત પછી ભારતવર્ષની પડતીને પ્રારંભ થયો. Page #135 -------------------------------------------------------------------------- ________________ નાંધ ગાકુળપવ - નોંધ ૧લી : આકાશવાણી — ચિત્તમાં ભૂત-ભવિષ્ય-વર્તમાનનું જ્ઞાન રહ્યું છે એવા દરેકને કઈ કઈ વાર અનુભવ થાય છે. જેણે પરિપૂર્ણ રીતે સત્ય પાળ્યું છે તેની વાણી ભવિષ્યની હકીકતા વિષે પણ ખરી પડે છે. ખીજાઓને પણુ એનું ધણી વાર સ્વાભાવિક સ્ફુરણુ થાય છે. પણ કાંઈક અદ્ભુત ધ્યાન ખેંચાય એવા પ્રસંગ સાથે સ્ફુર થાય ત્યારે સામાન્ય માણુસા એ જ્ઞાનને ઓળખે છે. કેાઈ વાર તે ગેબી અવાજના રૂપમાં, કાઈ વાર જાગ્રતમાં કે સ્વપ્નમાં કાઈ વ્યક્તિના દેખાવ સાથે એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ત્યારે તે આકાશવાણી કે દિવ્યદર્શનને નામે ઓળખાય છે, નોંધ રજી: આપણા ચુગના...છે આપણા ઉપર છેક અપ વયથી જ એવા હલકા સંસ્કાર પડવા માંડે છે કે આજના કાળમાં આદર્શ વર્ષના બાળકને પણુ બ્રહ્મચય વિરોધી વિચારાથી મુક્ત ન ગણી શકાય એવું ણાક અનુભવીઓનું માનવું છે. જે વિષે બાલક અજ્ઞાન છે તે વિષેના વિચાર। આપી ઊલટા એને એ વિષય ઉપર વિચારત કરી મૂકવા એ ઠીક નથી, એવી ધાસ્તીથી એ વિષે મૌન રાખવું એ તેમને ઉચિત લાગતું નથી. આજના તાત્કાલિક ઇલાજ માટે બ્રહ્મચર્યના સબંધમાં બાળકેાને ચેતવી દેવા એ સલાહ કદાચ અયેાગ્ય ન હોય, પણુ એ રાગના ઇલાજ છે, અટકાવ નથી એ યાદ રાખવું ોઇએ. ખરા ઉપાય તે વાતાવરણ શુદ્ધ કરવામાં, હલકા સંસ્કારો પડે એવા સંજોગેાથી બાળકને દૂર રાખવામાં, તથા નિર્દોષ વ્યવહારનું એમને ૧૧૮ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ નોંધ દર્શન થાય અને બાહ્ય વ્યવહાર પાછળ કઈ ચેરીનો વ્યવહાર રહ્યો છે એવી એમને ગંધ પણ ન આવે એવું વાતાવરણ નિર્માણ કરવામાં છે. આપણે કેટલાંયે કુટુંબોમાં માની બાળકને ઇનામની લાલચ કે છેવટની ધમકી સારી કન્યા લાવવાની કે ન મળવા વિષેની હોય છે. બાળકોને કહેવાની આપણી કેટલીયે લેકકથાઓનું સાધ્ય રાજાની કુંવરી જોડે લગ્ન કરાવી આપવાનું હોય છે – જાણે પરણવું એ જ જીવનનું ધ્યેય હાયની શું? આપણા વિલાસી વિનોદ, રાજસી ભોજને, હલકી નવલકથાઓ, બીભત્સ નાટક અને સિનેમાઓ, નફટ જાહેર ખબર કેટલાયે કિશોરીકિશોરીઓનું જીવન પિતા તેમ જ સમાજને શાપરૂપ કરી મૂકે છે, એને વિચાર કરતાં હૃદય કંપી શકે છે. એ લકથાઓના કે નવલકથાઓના, નાટકોના કે સનેમાન, ઇતિહાસસંશોધકે ભલે સંગ્રહ અને સમાલોચના કરે; ધૂયાની માફક એમની પણ જરૂર છે જ. પણ જૂનું સમાજમાં પ્રાન થયેલું માટ આપવા જેવું જ એ વિચાર ભૂલભરેલું છે. આપણા ભક્તો પણ એ જ વાતાવરણમાં કોછરેલા, એમના હૃદયમાંયે સૂમ રીતે વિલાસી વૃત્તિઓનાં બીજ રહેલાં, તે એમનાં ભજનમાં તરી આવ્યા વિના રહ્યાં નહીં. એમણે કૃષ્ણને સ્ત્રી માટે રિસતે, સ્ત્રી મળવાની લાલચે મના, ગેપાઓ જોડે સંકેતે કરતે, રાધા જોડે છૂપું લગ્ન કરી આવત એ બાળક અને વ્યભિચારી યુવાન ચીતર્યો છે અને એ સર્વેને “પરમેશ્વરની સર્વે લીલાઓ દિવ્ય અને નિર્ગુણ છે” એ માન્યતા તળે બચાવ કર્યો છે. એ બચાવમાં ખરી નિર્ગુણુતા અને દિવ્યતા એમની નિજ શ્રદ્ધાની જ છે. અસત્યમાંથી સત્યમાં જવાય છે એ ખરું, પણ તેથી અસત્ય એ સત્ય થઈ શકતું નથી તેમ એ સિદ્ધાંતમાંની શ્રદ્ધા મનુષ્યની અંશતઃ ઉન્નતિ કરે, પણ તેથી એ સિદ્ધાંત અચલ છે એમ ન કહી શકાય. Page #137 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ પાંડવપર્વ નોંધ ૩જી: પુરુષમેધ – જે યજ્ઞમાં બલિ તરીકે માણસને મારવામાં આવે છે તેને નરેમેધ - પુરુષમેધ કહે છે. સર્વોપરી સ્થાન મેળવવા માટે રાજાઓ તેમ જ બ્રાહ્મણે આવો ભયંકર યજ્ઞ પ્રાચીન કાળમાં કરતા. વેદમાં હરિશ્ચંદ્ર અને શુના શેપની વાત છે. તેમાં હરિશ્ચંદ્ર શુનશેપને બલિ આપી વરુણદેવને સંતુષ્ટ કરવા માગે છે. એક પ્રાચીન લેખક લખે છે – वृक्षांश्छित्वा, पशुन् हत्वा कृत्वा रुधिरकर्दमम् । यश्चेद्गम्यते स्वर्ग नरक: केन गम्यते ।। વૃક્ષને કાપી, પશુઓને મારી, લેહીને કાદવ કરીને કરેલા ય વડે જે સ્વર્ગે જવાનું હોય, તે નરકમાં કોણ જતું હશે? ધ ૪થી: રાજસૂય યજ્ઞ – સમ્રાટ અથવા ચક્રવર્તી રાજા પિતાના રાજ્યારોહણ સમયે (અથવા પાછળથી અન્ય રાજાઓની સંમતિથી ચક્રવત તરીકે સ્વીકારાય ત્યારે) આ યજ્ઞ કરતા. અશ્વમેધ – જે રાજા અત્યંત બળવાન હોવાને દાવો કરતો હોય તે અશ્વમેધ કરતે. જે એનું બળ સર્વ સ્વીકારે અથવા સિદ્ધ થાય તે એ યજ્ઞ કરી શકે. નોંધ પમી: અવથસ્નાન – હિંદુ જીવનને સર્વ સંસ્કાર, વિધિઓ અને વિશેષ ઉત્સવોની ઉજવણીમાં યજ્ઞ આવશ્યક ગણાય છે. પ્રત્યેક યજ્ઞની શરૂઆત તથા પૂર્ણાહુતિ સ્નાનથી થાય છે. ઉપવીત લીધા પહેલાં નાહવું પડે અને વિદ્યાયન પૂરું થાય ત્યારે પાછું નાહવું પડે. એ સ્નાતક કહેવાય. તે જ પ્રમાણે વિવાહ, પ્રેતક્રિયા વગેરે સર્વે સંસ્કારોમાં સ્નાન થાય છે. એ જ રીતે રાજસૂય વગેરે વિશિષ્ટ યની શરૂઆત તેમ જ પૂર્ણાહુતિ સ્નાનથી થાય છે. એ છેવટનું સ્નાન અવભૂથસ્નાન કહેવાય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ નોંધ ધૃતપવ નોંધ ઠ્ઠી : શક્રૃતિનુ' મહેણું—એક પાપ ખીજાં પાપ કરાવે છે. એક ભૂલને ઢાંકવા માટે તે અસત્ય એલાવી ખીજી ભૂલ કરાવે છે. દુષ્ટ માણસા આપણે કીધેલાં પાપોને લાભ લેતાં ચૂકતાં નથી. અને પેાતાને અર્થ સાધવા એ પાપનું મહેણું મારી અથવા એને ઉબ્રાડુ પાડવાના ભય દર્શાવી આપણી પાસે બીજું પાપ કરાવે છે. પાપનું મહેણું સાંભળવાની અથવા એ ઉન્નાડુ' પડે તે જોવાની આપણામાં શક્તિ નથી હેાતી એટલે આપણે એની પાપી ઇચ્છાને વશ થઈ ખીજું પાપ કરીએ છીએ; પણ એથી દિવસે દિવસે આપણી અવનતિ જ થાય છે. છેવટે, એનું પરિણામ એવું આવે છે કે કાં તે આપણી પાપની ભાવના જ મુઠ્ઠી થઈ જાય છે, અથવા છેવટે બધાં પાપના ઘડા ભરાઈ સામટું કૂળ ભાગવવાના દુઃખકારક સમય આવે છે. પાપને વિષે નાટ થઈ જવું એવી પાપી સેાખતીની સલાહ હાય છે : નટાઈમાં હિંમત છે એમ એ મનાવે છે. પણ સહેજે વિચારતાં જણાશે કે એમાં તે ઊલટી કાયરતા રહી છે. આપણા પાપનું કેાઈ આપણુને સ્મરણ કરાવે અથવા એને ઉધાડુ પાડે એથી આપણે કરીએ છીએ. એ પાપનું પ્રાયશ્ચિત્ત કાઈ કાળે લેવું જ પડશે એવી અંતઃકરણમાં રહેલી અવ્યક્ત ચિંતા અને એનું દુઃખ ભાગવવાના ડર, પ્રાયશ્ચિત્તની ઘડી ઘેાડા વખત પશુ લખાય તે સારું એવી આપણા મનમાં ઇચ્છા ઉપજાવે છે. તે અકલ્યાણકારક ઇચ્છાને પાપી સેખતનાં મહેણાં અથવા ધમકીનું પીઠબળ હાય છે. એમ આપણે એના ભાગ થઈ પડી ખીજું પાપ કરવા તૈયાર થઈ એ છીએ. રા નોંધ ૭મી: ભાઈ આની હાડ—એકત્ર કુટુંબના કર્તાપુરુષ કુટુંબની મિલકતને કેવળ વ્યવસ્થાપક જ નહી, પશુ માલિક; કેવળ મિલકતને જ નહીં, પણ સર્વે કુટુંબીઓની શારીરિક સ્વતંત્રતાના પણ એ કૃષ્ણકાળમાં સામાજિક સ્થિતિ હતી એવું આ ઉપરથી રાષ્ટ્ર ― Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કૃષ્ણ સમજાય છે. જ્યાં ભાઈઓ પણ મિલકતમાં ગણાય ત્યાં સ્ત્રીની પણ એ જ દશા હોય એમાં નવાઈ નથી. નેધ ૮મી: દ્રૌપદીના વર– દ્રૌપદીનું ચારિત્ર એની વરયાચનામાં ઝળકી ઊઠે છે. એના પતિઓએ પુષ્કળ અપરાધઅધર્મ કર્યો હ, એના ઉપર સ્ત્રી જાતિ પર આવતું ભારેમાં ભારે સંકટ આણું મૂક્યું હતું, છતાં પણ તેથી એના પતિ પરના પ્રેમમાં એણે ન્યૂનતા ન આવવા દીધી. એ પ્રેમમાં હવે કૂતરાના જેવી સ્વામીભક્તિ નહોતી, પણ એક સ્વતંત્ર સ્ત્રીની પતિ માટેની લાગણી હતી. હવે દ્રૌપદી પત્ની –એટલે દાસી કે મિલકતનો ભાગ — રહી નહીં, પણ મિત્ર બની. પુત્રનું કછોરુપણું પણ માને વાત્સલ્યપ્રવાહ રેકી શકતું નથી; દ્રૌપદીની પતિ પ્રત્યેની લાગણી પણ તેવા જ પ્રકારની હતી. પ્રેમની એ જ રીત છે. એક વાર જેને આપણે અંતરથી ચાહો, તે ચાહને એના કોઈ પણ દેષ કે આપણે મેહ તલભાર પણ ઓછો કરે તે એ પ્રેમની કિંમત નથી. ઉત્તરપર્વ નોંધ ૯મી: કપનું આળ મને એમ લાગે છે કે કૃષ્ણ પિતાનું જીવન નીચેના સિદ્ધાન્ત પર રચ્યું હતું? (૧) કોઈ પણ માણસની સ્વાભાવિક પ્રકૃતિને પરાણે મરેડવામાં માલ નથી. રાજસી કે તામસી પ્રકૃતિના માણસ પાસે એકાદ વાર સાત્વિક વેગ કે ભીરુતાના ક્ષણિક જેસમાં અત્યંત ધીરજવાળા અને નિઃસ્પૃહી મનુષ્યથી સહન થઈ શકે એવા પરિણામવાળે ભારે ત્યાગ કરાવવાથી એનું ભલું જ થશે એમ ન કહેવાય. (૨) જ્ઞાની ભારે સિદ્ધાંતને અમલ ન કરાવી શકે માટે એણે સમાજને ત્યાગ કર એ ઉચિત નથી. લેસંગ્રહાથે અજ્ઞાની એટલે Page #140 -------------------------------------------------------------------------- ________________ ને વર સકામ પુરની બુદ્ધિને ભેદ ન થાય એવી રીતે એણે યુક્ત થઈને, એટલે નાખુશીથી નહીં પણ પ્રયત્નપૂર્વક, કર્મનું આચરણ કરીને લોકેને દેરવા જોઈએ. (૩) તેથી, પિતે પિતાને માટે જે કૃત્ય ન કરે તે કૃત્ય બીજાને તેના હિતાર્થે કરવાની સલાહ આપે અને પ્રસંગ આવે તે પોતે પણ તેને માટે કરી નાખે. (૪) આસુરી વૃત્તિને એને ધરાવનારા પુરુષથી હમેશાં ભિન્ન કરવી શક્ય નથી. માટે આસુરી વૃતિને નાશ કરવા માટે અસુરને પિતાનોયે નાશ કરવો પડે એમ બને. આ સિદ્ધાંત લક્ષમાં રાખીએ તે કૃષ્ણના જીવનનાં અનેક ચરિત્ર સમજાઈ જાય એમ લાગે છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧ વાંચવાલાયક શ્રીકૃષ્ણચરિત્ર – ચિંતામણિ વિનાયક વૈવત મૂળ મરાઠી, તથા કૃષ્ણપ્રસાદ મણિશંકર શાસ્ત્રીકૃત તેને ગુજરાતી અનુવાદ (ચિત્રશાળા પ્રેસઃ પૂના) કૃષ્ણચત્રિ- બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયક્ત મૂળ બંગાળી તથા કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીકૃત તેને ગુજરાતી અનુવાદ Page #142 -------------------------------------------------------------------------- ________________ રામ-કૃણુ (ઉપાનાની દષ્ટિએ સમાજના) Page #143 --------------------------------------------------------------------------  Page #144 -------------------------------------------------------------------------- ________________ રામ-કૃષ્ણ [ઉપાસનાની દૃષ્ટિએ સમાલોચના] શ્રીરામ અને શ્રીકૃષ્ણ એ વૈષ્ણવ હિંદુઓના મોટા ભાગના ઉપાસ્ય ઈષ્ટ દેવ છે. બન્નેની પુરુષોત્તમમાં ગણના થાય છે. સામાન્ય રીતે કોઈ પણ સમાજ પિતાના ૩૧* આદર્શ પુરુષમાં કેવાં લક્ષણોની અપેક્ષા કરે છે તે એના દેવ વિષેની એની કલ્પના પરથી જાણી શકાય. ૨. હિંદુ સમાજની સહજ પ્રકૃતિ કઈ સ્થિતિએ પહોંચવા તરફ છે, કઈ ભાવના સાથે તપ થવા તરફ છે, તે જે દષ્ટિએ એ રામ અને કૃષ્ણને ભજે છે તે પરથી જાણી શકાય. એટલા માટે રામ અને કૃષ્ણનાં સ્વરૂપ ઉત્તમ અથવા પૂર્ણ તરીકે કેવાં ભાસે છે તેને કાંઈક વિચાર કરે પ્ય છે. ૩. રામ ચડે કે કૃષ્ણ એ કહેવું સાહસ ગણાય. આર્ય પ્રકૃતિનાં, કેટલેક અંશે સમાન અને કેટલેક અંશે ભિન્ન છતાં, એ બન્ને સુંદર સ્વરૂપ છે. જેને જે પ્રકૃતિ પોતાના હૃદયના ભાવ સાથે વિશેષ મળતી જણાય, તેને તેના ઉપર વધારે ભક્તિ ઊપજવાની. ૪. જીવન એ એક મહાન અને કઠેર વ્રત છે, આયુવ્યના અંત પયત પહોંચનારી સિપાહીગીરી છે. પિતાની 2. નિર્દોષ જણાતી અભિલાષાઓને પણ દાબી રામચરિત્રનું તાત્પર્યા દઈ પિતાના મનના લેશેને પિતામાં જ સમાવી દઈ રાત અને દિવસ પિતાનું સર્વસ્વ ૧૨૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ રામકૃષ્ણ જીવનનાં કર્તવ્ય બજાવવા માટે મૂકપણે હેમી દેવું–જેને પિતાનાં તરીકે માન્યાં તેમનું પણ એ જીવનયજ્ઞમાં બલિદાન કરવું, એ રામ-ચરિત્રનું તાત્પર્ય છે. રામની પિતૃભક્તિમાં, ગુરુભક્તિમાં, પત્નીવ્રતમાં, બંધુપ્રેમમાં, પ્રજાપાલનમાં – જ્યાં જોઈએ ત્યાં રામ એ જીવનયજ્ઞના યજમાન અને વ્રતધારી જણાય છે. એમણે કદીયે જીવનને રમતગમતને અખાડે નથી બનાવ્યું. બે ઘડીનાં ગપ્પાને એમના સમયપત્રકમાં સ્થાન નથી. એમનાથી, કે એમની આગળ, કદી હાંસીમશ્કરી ન થાય. એમના મુખ પરથી ગંભીરતાની છટા ઊતરે જ નહીં. વસિષ્ઠ, કૌશલ્યા, દશરથ એમનાં ગુરુજને ખરાં, પણ એમની ધાર્મિકતા, ગંભીરતા અને દઢ નિશ્ચિતતાને પ્રભાવ એમની ઉપર પણ છાપ પાડ્યા વિના રહે નહીં. કેવી આજ્ઞા કરવી તે એમણે વિચારવું જ જોઈએ. રામન રે મેરેમમાં મહારાજપદ ઝળકી ઊઠે છે. એમના દરબારમાં ઊભા રહેનારને પિતા ઉપર અસત્ય, અપવિત્રતા કે અન્યાયને વહેમ સરખે ન આવે એટલા શુદ્ધ થઈને જ જવું પડે. એ દિવ્ય કસોટી જ કરાવે. એમની ન્યાયવૃત્તિ પત્ની કે બંધુ કોઈને જુએ નહીં. એમના હૃદયમાં સ્વજન માટે અત્યંત પ્રેમ ખર; એ પ્રેમને લીધે એ ભક્તને માટે લંકાધીશને મારવાને જેટલાં પુરુષાર્થ અને પરાક્રમ જોઈએ તેમાંથી રતીભાર પણ ઊણપ આવવા દે નહીં પણ છતાંયે પ્રેમને વશ થઈ એ બધું કરે, તેના કરતાં કર્તવ્યની–સત્ત્વરક્ષાની – ભાવનાને વિશેષ પ્રાધાન્ય આપતા એ જણાય. એમના અંતરમાં રહેલી ઊંડી પ્રેમની લાગણી ઉપરછલક. Page #146 -------------------------------------------------------------------------- ________________ રામકૃષ્ણ જેનારને માલુમ ન પડે અનેક વર્ષના નિકટ સહવાસથી જ એની પ્રતીતિ થાય. બીજાને તે એ નિષ્પક્ષપાતી, ન્યાયી, ધર્મપ્રિય, આંખને આંજી નાખે એવા તેજસ્વી અને કડક શાસ્તા જ લાગે. ઘણા શબ્દોથી કે લાડથી એ પિતાને પ્રેમ સામાન્ય રીતે વ્યક્ત કરે નહીં, રામ આનંદના આવેશથી અટ્ટહાસ્ય કરતા ક્વચિત જ સંભળાય, પણ પિતાનાં આશ્રિતજનના ન્યા... મનેરને પાર પાડીને તથા એમનાં સર્વ વિદ્યાને દૂર કરીને જ એ પિતાના પ્રેમની ખાતરી આપે. ૫. એટલું જ પરાક્રમ, એટલી જ પિતૃભક્તિ, ગુરુભક્તિ, દામ્પત્યપ્રેમ, કુટુંબપ્રેમ, ભવદયા, મિત્રત્વ અને એટલી જ - સત્યનિષ્ઠા, ધર્મપ્રિયતા તથા જીવનની પવિત્રતા કૃષ્ણચરિત્રનું હભ વિષે પૂજ્યતા છતાં શ્રીકૃષ્ણને જીવનયજ્ઞ એ એક કઠણ વ્રત નથી, પણ મંગલત્સવ છે – અથવા વ્રતેત્સવ છે. સુખમાં સ્વાથ્યને આનંદ છે, મથુરામાં ગેમતક ઉપર જરાસંધને હંફાવવાને લહાવે છે. દ્વારિકામાં વૈભવ છે, તે કુળમાં વાછડાં અને ગેપની સાથે રમત છે. કુરુક્ષેત્રમાં કૌરવોના નાશથી અસુરેને સંહાર થાય છે, તે પ્રભાસતીર્થમાં તે યાદવને સંહાર પણ એ જ છે. એકનો શેક કરવાની જરૂર નથી, તે બીજામાંયે શાંતિ ઢળવા દેવાની જરૂર નથી. ૧. વ્રત છતાં ઉત્સવ. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦ રામકૃષ્ણ ૬અને તેથી કૃણની સાથે રહેતાં આપણને સંકેચ નથી લાગતું. બાળકૃષ્ણ ધારી આપણે એને મેળામાં રમાડી શકીએ કે માખણ માટે નચાવી શકીએ, અથવા વાછડા થઈ એના પગને ચાટી શકીએ, કે આપણી પીઠ ઉપર પિતાનું માથું ટેકવી કે આપણાં ગળાને બાઝી હેત કરતે કલ્પી શકીએ. આપણે પવિત્ર હેઈએ કે અપવિત્ર, એ આપણે તિરસ્કાર કરવાનું નથી. આપણે એકળે મને એના ભાણામાં બેસી જમી લઈએ. આપણે સાથે ફરતાં હોઈએ તે એનાથી મર્યાદાપૂર્વક દૂર ચાલવાની જરૂર નથી. એને ખભે આપણે હાથ અને આપણે ખભે એને હાથ. રામને પિતાના સારથિ કરવાની સુગ્રીવ કે વિભીષણની કાંઈ હિંમત થાય? પણ કૃષ્ણને એમ કહી શકાય. રામના દર બારમાં જનારે દરબારીની રીતભાત જાણવી જોઈએ, પણ કૃષ્ણના તે ઠેઠ અંતઃપુર સુધી ચીંથરિયે સુદામે પહોંચી જાય અને તેના પલંગ પર ચડી જાય. રામને “આપ” કહી સંબોધવું જોઈએ, પણ કૃષ્ણ તે “તું” ને અધિકારી. કૃષ્ણની ભક્તિને રસ આપણે એના દાસ થઈને ન લઈ શકીએ. ઉદ્ધવ જે કોઈ દાસ થવા જાય છે તે પણ ઠેઠ એના હૃદય સુધી પહોંચનારે વિશ્વાસુ મિત્ર બની જાય. સમાનતા સિવાય બીજો હકક એ માને જ નહીં. કૃષ્ણના દરબારમાં એક જ જાજમ હેય. એને ત્યાં ડાબે હાથે અમુક અને જમણે હાથે બીજે એ શિષ્ટાચાર ન હોય. એની પાસે તે ગેળ કુંડાળું કરીને જ બેસવાનું. એની પાસે ગંભીર જ્ઞાનની ગેઝીએ જ નિરંતર સાંભળવા મળશે એમ ન કહેવાય. Page #148 -------------------------------------------------------------------------- ________________ રામકૃષ્ણ ૧૩૧ એ તે ગેાકુળનાં વાછડાંની ‘ વાતા ’ પણ કહેતા હોય. રામના અગાધ પ્રેમ અંતેવાસી જ પારખી શકે, તેમ કૃષ્ણનાં અગાધ જ્ઞાનગાંભીય નિકટ પરિચયથી જ જણાય. ‘દેહદશી’ તા એને પાતા જેવે! સંસારી' જ દેખે.૧ ૭. કૃષ્ણ આપણા ભક્તિભાવના ભૂખ્યા છે. અનન્યપણે એની સાથે પ્રેમ મધ્યે તે એ આપણી ત્રુટિઓ જોવા નથી બેસવાના, એ નિભાવી લેશે, સુધારી લેશે અને શીઘ્ર આપણને શુદ્ધ અને શાન્ત કરી મૂકશે. ૮. આ રીતે રામ અને કૃષ્ણ બન્ને જુદી જુદી પ્રકૃતિવાળી મહાન વિભૂતિઓ છે. જે દેવા જેવા થવા આપણે ઇચ્છીએ તે આપણા ઈષ્ટ દેવ કહેવાય. ઉપાસનાના હતુ ઉપાસ્યના જેવા થવું એ ઉપાસનાના હેતુ. રામ અને કૃષ્ણના જેવા થવાની અભિલાષા હોવી જોઈએ; તા જ એની ઉપાસના સાચી. ૯. પણ રામના ઉપાસકને અધઃપાતની ધાસ્તી આછી છે. એ તેા શુદ્ધ થાય તા જ પોતાના દેવના મંદિરમાં પેસી શકે. એણે પેાતાના દેવને પ્રસન્ન કરવા જીવનને વ્રતરૂપે સ્વીકાચે જ છૂટકો. દિવ્ય કસોટી માટે લાયક થવાની સાધના એણે કર્યાં જવાની. અને ભ્રષ્ટ થવાના રાભવ નથી. એ દિવસે દિવસે આગળ જ વધવાના. રામાપાસનાના સા ૧. “ મુક્તાનંદ કે હરિજનની ગતિ છે ન્યારી; અને દેહદી દેખે પાતા જેવા સસારી.” દેહુદી — શરીર, ઇંદ્રિયો, મન, બુદ્ધિનાં સુખને જ પ્રાધાન્ય - આપવાવાળા. Page #149 -------------------------------------------------------------------------- ________________ શમમુહુ ૧૦. કૃષ્ણની ઉપાસના માહક છે, પણ સહેલી નથી. સહેજાનનૢ સ્વામી કહે છે, તેમ એની રસિક ભક્તિથી પડી તા ઘણા ગયા છે અને તરી તેા કેાઈક જ કૃષ્ણાપાસનાના ગયા છે. એનાં એ કારણેા છેઃ એક તા કૃષ્ણની ગેપી બનીને ભક્તિ કરવાની વિકૃત રીત; અને બીજું, જીવનને ઉત્સવ માનવામાં મનુષ્યની સ્વાભાવિક લેગવૃત્તિને મળતું ઉત્તેજન. મા LIK ૧૧. ઉપાસ્ય દેવ અને ભક્તની વચ્ચેના સબંધ અનેક પ્રકારના હોઈ શકેઃ માતા કે પિતા અને પુત્રને, બંધુત્વના, મિત્રતાના, પતિપત્નીને, પુત્ર અને માતાપિતાના દેવ અને અથવા સ્વામી-સેવકના. એમાં દેવને જેવા શતના સબંધ સંબંધી બનાવીએ, તેના પ્રતિયેગી સ ંબંધીના ભાવ આપણામાં પ્રતિબિંખિત થાય, અને ધીમે ધીમે એ સબંધનાં ચેાગ્ય લક્ષણેા આપણા સ્વભાવ થઈ જાય. આપણે દેવને માતાપિતા તરીકે ભજીએ અને જો આપણી ભક્તિ સાચી હાય તેા આપણામાં આદશ પુત્રના ગુણા ઊતરે. તે જ પ્રમાણે દેવને આપણે પતિ તરીકે માનીએ તે આપણામાં સ્ત્રીત્વના ભાવ ઊપજશે. જાર તરીકે ભજીએ તા તેવા પ્રકારની સ્ત્રીના હાવભાવ ઊતરશે. ઉપાસનાભક્તિ એ ગાપીભક્તિ મનુષ્યને પૂર્ણતાએ પહાંચાડવાના ચેગ છે. પુરુષને પૌરુષને વિકાસ અને સ્ત્રીને સ્ત્રીત્વના વિકાસ એ પૂર્ણતા છે. પુરુષમાં સ્ત્રીત્વને ભાવ કે સ્ત્રીમાં પુરુષત્વના ભાવ એ અધાતિ છે. પુરુષે પેાતાને સ્ત્રી તરીકે કલ્પ્યા કરવામાં પાતાનું પૌરુષ ગુમાવવાના માર્ગ લેવા જેવું છે. આથી Page #150 -------------------------------------------------------------------------- ________________ રામ-કૃષ્ણ સ્ત્રીત્વની પૂર્ણતા તે પ્રાપ્ત ન થાય, પણ પુરુષાર્થ એ છે થાય અને સ્ત્રીને શેભનાર અને પુરુષને એખ લગાડનાર હાવભાવ જ માત્ર ઊતરે. એથી ભેગવૃત્તિ પણ ઉશ્કેરાય અને અત્યંત દઢ જાગૃતિ ન હોય તથા ભક્તિની ઉત્કટતા ન હોય તે અધઃપાત પણ થયા વિના રહે નહીં. કૃષ્ણની રાધા અથવા ગેપી તરીકે ઉપાસના કરનાર અનેક ભક્તો હિંદુસ્તાનમાં થઈ ગયા છે. એ સનાં ચરિત્રે તપાસતાં એમાંથી બ્રહ્મચારી, વીર, વિલાસ માટે ઉદાસીન, એવા ઘણા ચેડા જણાશે. એથી ઊલટું, પ્રસિદ્ધ રામભક્તો જેવા કે હનુમાન, રામદાસ, તુલસીદાસ વગેરે બ્રહ્મચર્ય, શૌર્ય, પુરુષાર્થ, વૈરાગ્ય વગેરે માટે પંકાયેલા છે. ગેપીની ભક્તિ જેવી મીરાંબાઈમાં શોભે છે તેવી પુરુષમાં ન જ શોભે, અને સંન્યાસીઓમાં તેથીયે ઓછી. ૧૨. જીવન ઉત્સવરૂપે મનાય એ સ્થિતિ સારી છે. ચણ ઉત્સવ એ ભેચ્ય વસ્તુ તરીકે મનાવાને પણ સંભવ છે. જ્યાં સુધી આપણે જીવનને તડકે જે જ નથી ત્યાં સુધી જીવનને ઉત્સવ ગણવામાં જ આપણને સુખ લાગશે; પણ જ્યારે છાંયડો જાય ત્યારે પણ એ ઉત્સવરૂપે જ મનાય તે જ જીવનને ઉત્સવ કહે યથાર્થ ગણાય. જે ક્ષણે દુઃખ એ અનિષ્ટ લાગે તે ક્ષણે આપણે અધઃપાત છે. ભક્તિ (ગ) મુક્તિને વિધી નથી એ વિચાર – ભક્તિ અને મુક્તિ બેય સાધવાની લાલસા – એ જીવનને ઉત્સવ માનવાનું પરિણામ છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ રામકૃષ્ણ ૧૩. માટે કૃષ્ણની ઉપાસના કૃણ જેવા થવાની આકાંક્ષાથી થવી જોઈએ. કૃષ્ણ જેવા ધર્મનિષ્ઠ, સત્યપ્રિય, અધર્મના વૈરી, અન્યાયના ઉચ્છેદક, શૂર, પરાક્રમી, સાહસિક, ઉદાર, બળવાન, બુદ્ધિમાન, વિદ્વાન, જ્ઞાની અને એગી છતાં વાત્સલ્યપૂર્ણ, નિરભિમાની, નિઃસ્વાથી, નિસ્પૃહી, સર્વને સમાનતાને હક્ક આપનાર, અત્યંત શરમાળ માણસને પણ નિઃસંકેચ કરનાર, ગરીબના - દુખિયાના – શરણાગતના બેલી, પાપીને પણ સુધારવાની આશા પ્રગટાવનાર, અધમને પણ ઉદ્ધારનાર, દરેકની પ્રકૃતિનું માપ લઈ તે પ્રમાણે તેની ઉન્નતિને ક્રમ જનાર, બાળક જેવા અકૃત્રિમ–આવું આપણું ચારિત્ર્ય હોય તે જ આપણે કૃષ્ણ પાસના સાચી. ભૂતમાત્રને માટે નિઃસીમ કરુણા, પ્રેમ, દયા, ધર્મકર્મ કરવા સદૈવ તત્પરતા, પિતાની સર્વાગી ઉન્નતિ કરવાની આકાંક્ષા, એ સર્વને માટે સંપૂર્ણ પુરુષાર્થ કરવાની વૃત્તિઃ એ એ સ્થિતિને સાધનમાર્ગ છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ધર્મ એક જ છે * ‘મારી દઢ માન્યતા છે કે જગતના બધા મહાધર્મો સાચા છે, બધા ઈશ્વરે નિર્મલા છે, અને બધા તેનો જ આદેશ ફેલાવે છે, ને તે તે વાતાવરણમાં ને તે તે ધર્મમાં ઊછરેલા લોકોની આધ્યાત્મિક ભૂખને તૃપ્ત કરે છે. હું નથી માનતો એવો સમય કદી આવે જ્યારે આપણે કહી શકીએ કે જગતમાં ધર્મ એક જ છે. એક અર્થમાં આજે પણ જગતમાં મૂળ ધર્મ એક જ છે. પણ કુદરતમાં - કયાંયે સીધી લીટી છે જ નહીં. ધર્મ એ અનેક શાખાઓવાળું | મહાવૃક્ષ છે. શાખાઓ રૂપે ધમાં અનેક છે એમ કહી શકાય; વૃક્ષરૂપે ધર્મ એક જ છે. '' - ગાંધીજી Fugle+ ધર્મને સમજો સાત પુસ્તકોનો સંપુટ 1. હિંદુ ધર્મનું હાર્દ 40 , 00 2. રામ અને કૃષ્ણ 20. 20 3. બુદ્ધ અને મહાવીર 15. 00 4. ગીતા અને કુરાન 30 , 00 5. હજરત મહમદ અને ઇસ્લામ 6. ઈશુ ખ્રિસ્ત SABARMANI ASHRAM 002434 Ahmedabad 7. અશો જરથુષ્ટ્ર Ram Ane Krishna - 5, 00 MRP :Rs. 20 આ સાત પુસ્તકો એકસાથે ખરીદનારને રૂ.૧૫૦ને બદલે રૂ. ૬૦માં આપવામાં આવશે. 20.00 20.00 | | કિંમત : 150/- (સેટના) . ISBN 81-7229-124-8(Set)