Page #1
--------------------------------------------------------------------------
________________
‘શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર’
અપરનામ
‘શ્રી શત્રુંજયમહાતીર્થપરિપાટિકા’
શત્રુંજયંગરિ-મહાતીર્થ પ્રતિ શ્રદ્ઘોર્મિ કલ્પકારો-પ્રબંધકારો વ્યતિરિક્ત મધ્યયુગના મુનિ તેમ જ કવિ-યાત્રિકોએ પણ તીર્થમાલાઓ, ચૈત્યપરિપાટીઓ, વિવાહલાઓ, રાસો, સ્તોત્રો, સ્તુતિઓ, અને સ્તવનો દ્વા૨ા વ્યક્ત કરી છે. આ અનુષંગે અગાઉ (સ્વ.) શ્રીમદ્ વિજયધર્મસૂરિ, (સ્વ) મુનિ જિનવિજયજી, (સ્વ) પં. બેચરદાસ દોશી, (સ્વ.) શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ, (સ્વ) ત્રિપુટી મહારાજ, (સ્વ) શ્રી સારાભાઈ નવાબ, (સ્વ.) શ્રી અગરચંદ નાહટા, તેમ જ શ્રી ભંવરલાલ નાહટા સરખા જૈન ઇતિહાસ અને સાહિત્યના પર્યન્વેષકો દ્વારા કેટલીક મહત્ત્વપૂર્ણ સામગ્રી પ્રકાશિત થઈ ચૂકી છે. આમાંની ઘણીક કૃતિઓ શત્રુંજય પરનાં પુરાણાં જિનમંદિરોના ઇતિહાસ તેમ જ સ્થાન, કાળ, અને ત્યાં ઊભેલા કુડીબંધ પશ્ચાત્કાલીન જિનાલયોની શ્રેણિઓ અને ઝુંડો વચ્ચેથી તારવવા-પ્રીછવામાં મદદગાર થાય છે. કાવ્યગત તત્ત્વો અને ભાષાકીય સામગ્રી ઉપરાંત ઇતિહાસમૂલક માહિતીનો સંભાર પણ એમાં સચવાયેલો હોઈ, આવી રચનાઓનું મૂલ્ય સ્પષ્ટતયા ઊંચી કોટિનું રહે છે. શત્રુંજયસ્થિત દેવાલયો તથા પ્રસ્તુત તીર્થના ઐતિહાસિક ક્રમના અંકોડા મેળવવામાં તો આ કૃતિઓ એક બહુમૂલ્ય સાધન બની રહે છે. અહીં આવી એક (પ્રથમ દૃષ્ટિએ અજ્ઞાત કર્રાની) સ્તોત્રરૂપે રચાયેલી “શત્રુંજયતીર્થપરિપાટિ” રજૂ કરીશું.
શત્રુંજયતીર્થનાં જિનભવનોના અનુલક્ષમાં અત્યાર સુધી મળી આવેલી ચૈત્યપારિપાટીઓ અને તત્સમાન કૃતિઓ પ્રાકૃતમાં, અને વિશેષે તો અપભ્રંશમિશ્રિત જૂની ગુજરાતીમાં વા મ્--ગૂર્જરભાષા (રાજસ્થાની-ગુજરાતી)માં, અને કોઈ કોઈ—ખાસ તો ૧૭મા સૈકાની રચનાઓ—પ્રમાણમાં આધુનિક કહી શકાય તેવી ગુજરાતીના પ્રારંભકાળના રૂપમાં નિબદ્ધ થયેલી છે. અહીં પ્રગટ કરવામાં આવી રહેલી કૃતિ સંસ્કૃતમાં રચાયેલી છે; અને તેનો કાળ, આપણે આગળ જોઈશું તેમ, ઈસ્વીસન્ના ૧૪મા શતકના પ્રથમ ચરણ અંતર્ગત અંદાજી શકાતો હોઈ, તે અદ્યાવધિ ઉપલબ્ધ શત્રુંજય-વિષયક પ્રાચીનતર ચૈત્યપરિપાટીઓમાંની એક છે; અને એ કારણસર તેનું બેવડું મહત્ત્વ એવું વૈશિષ્ટ્ય છે.
પ્રસ્તુત સ્તોત્રરૂપ પરિપાટીનું સંપાદન પ્રારંભમાં પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાંથી મેળવેલી એક જ હસ્તપ્રત ૫૨થી કરવામાં આવ્યું હતું. પાઠ તૈયાર થઈ ગયા. બાદ શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદની પ્રત ક્રમાંક
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી પંડરીકશિખરીસ્તોત્ર' અપનામ “શ્રી શત્રુંજય મહાતીર્થપરિપાટિકા'
૨૮૭
૨૮૪૧ શ્રી અગરચંદ નાહટાને જોવા આપવામાં આવેલી તે આવી જતાં તેની અંતર્ગત પ્રસ્તુત સ્તોત્ર પણ મળ્યું. પ્રસ્તુત પ્રત સં૧૪૭૩ ઈ. સ. ૧૪૧૭ ની છે, જેને અહીં હવે 'A'ની સંજ્ઞા આપી છે; અને પહેલા ઉપયોગમાં લીધી તે પ્રતને “B' ની સંજ્ઞા આપી પાઠનું મિલાન કરતાં ઘણાંખરાં ખૂલનો દૂર થવા પામેલાં છે. દ્વિતીય પ્રતના પાઠની મેળવણીમાં શ્રી લક્ષ્મણ ભોજકની મળેલી સહાયનો અહીં સાભાર ઉલ્લેખ કરું છું. આ પાઠ તૈયાર થયા પછી એકાદ વર્ષ બાદ લાદ. ભા. સં. વિની મુનિશ્રી પુણ્યવિજયજીના સંગ્રહની પ્રતિ ૮૬૦૧ | ૩૧માં પણ આ સ્તોત્રનો મૂળ પાઠ મળી આવતાં તેનાં આવશ્યક પાઠાંતરો નોંધી લીધાં છે; બાકી રહેલાં થોડાં અલનો પણ આ છેલ્લી પ્રતથી દૂર થઈ શક્યા છે. આ પ્રતને અત્રે 'C'ની સંજ્ઞા આપી છે. પ્રતોમાં ક્યાંક જોડણી અને વ્યાકરણના દોષો જોવામાં આવેલા, જે સંપાદન સમયે શ્રી લા. દ. ભાસં. વિ. ના તે વખતના આસ્થાન-વિદ્વાન (સ્વ) પં. બાબુલાલ સવચંદ શાહ, તથા પં. હરિશંકર અંબાશંકર શાસ્ત્રીની સહાયતાથી ઠીક કરેલ. ‘B' હસ્તપ્રતલિપિ' પરથી, તેમ જ આનુષંગિક લેખન-પદ્ધતિનાં લક્ષણો પરથી શ્રી. લા. દ. ભા. સં. વિ. ના મધ્યકાલીન પશ્ચિમી લિપિના નિષ્ણાતો–શ્રી જેસિંગભાઈ ઠાકોર, શ્રી ચીમનલાલ ભોજક તથા શ્રી લક્ષમણ ભોજક દ્વારા ૧૬મા શતકની હોવાનો અંદાજ કરવામાં આવ્યો છે. પ્રતમાં કેટલેક સ્થળે કંસારીએ કાણાં પાડેલાં છે અને ક્યાંક ક્યાંક અક્ષરો ઘસાઈ ગયા છે; તેમ જ છેલ્લે એક સ્થળે ચારેક અક્ષરોવાળો ભાગ ખવાઈ ગયો છે. આ ક્ષતિઓ છોડતાં પ્રત એકદરે સ્પષ્ટ અને સુવાચ્ય જણાઈ છે. “A” પ્રત પ્રાચીન હોવા છતાં તેમાં પદ્ય ૧૨, ૧૪, અને ર૩ લુપ્ત થયેલાં જોવા મળ્યાં, જયારે પદ્ય ૨૨માં પહેલું પદ છોડતાં બાકીનાં ચરણ ઊડી ગયાં છે. આ ક્ષતિઓ છોડતાં એકંદરે તેનો પાઠ શુદ્ધ જણાયો છે. રચનાને સ્તુતિકારે આખરી શ્લોકમાં પુંડરીકશિખરીસ્તોત્ર અભિધાન આપ્યું છે; પણ “B'ના લિપિકારે સમાપ્તિમાં શત્રુંજયચૈત્યપરિપાટી કહી છે, જયારે Aમાં પ્રતિ-સમાપ્તિ સ્થળે શત્રુંજય મહાતીર્થપરિપાટિકા એવું અભિધાન આપ્યું છે. “C' પ્રત વિશેષ શુદ્ધ જણાઈ છે, અને લિપિને આધારે તે પણ ૧૫મા શતક જેટલી પુરાણી જણાઈ છે.
સ્તોત્રકાર મધ્યકક્ષાના કહી શકાય તેવા, પણ સારા કવિ છે. પ્રસ્તુતીકરણમાં ક્લિષ્ટતા આણ્યા સિવાય વસ્તુની કાવ્યદેહમાં ગૂંથણી કરી શક્યા છે. તદતિરિક શત્રુંજયના દેવભવનોનો તત્કાલીન સ્થાનક્રમ બરોબર જાળવતા રહી, કાવ્યના પ્રવાહને સરળતાથી વહેવા દીધો છે. કૃતિના છંદોલય તે કારણસર સ્વાભાવિક લાગે છે. અલંકારનાં પણ પ્રાચર્ય કે અતિરેક નથી, કે નથી તેનો અનાવશ્યક વિનિયોગ : આથી સ્તોત્ર સુવાચ્ય અને સારલ્યમધુર પણ બન્યું છે. છવ્વીસ શ્લોકમાં પ્રસરતા આ તીર્થ-કાવ્યનું છેલ્લું પદ્ય શાર્દૂલવિક્રીડિત, અને બાકીનાં સર્વ પદ્યો વસંતતિલકા વૃત્તમાં નિબદ્ધ છે. બીજા પદ્યનું છેલ્લું ચરણ “શ્રીની વિગત ઉરિપુucરીવ:” ૨૫માં પદ્ય પર્વતનાં તમામ પદ્યોમાં પુનરાવર્તિત થાય છે, અને એથી લયનો સળંગસૂત્ર દોર જળવાઈ રહે છે. આથી પ્રત્યેક વાત નોખી પણ તરી આવે છે; અને તે તમામ
Page #3
--------------------------------------------------------------------------
________________
૨૮૮
નિર્ચન્ય એતિહાસિક લેખ-સમુચ્ચય-૧
પર વાચકનું ધ્યાન અલગ અલગ રીતે લક્ષિત બને છે.
પ્રારંભમાં સ્તોત્રકાર શત્રુંજયગિરિપતિ તીર્થનાયક શ્રીમઘુગાદિદેવને નમસ્કાર કરી, તેમના દર્શનનો મહિમા કથી યાત્રા આરંભ કરે છે (૧-૨). ઘણાખરા તીર્થપરિપાટિકારોએ કર્યું છે તેમ પાલિતાણા નગરમાં તે કાળે વિદ્યમાન શ્રી પાર્શ્વનાથ (મંત્રી વાભટ્ટકારિત ત્રિભુવનવિહારના મૂલનાયક), શ્રી વર્ધમાન જિન (મંત્રી વસ્તુપાલ નિર્માપિત), અને તળેટીમાં થોડુંક ચડ્યા પછી આવતાં (મંત્રી આશુક દ્વારા વિનિર્મિત) શ્રી નેમિનિને વાંદી શિખર પર પહોંચ્યો છે (૩). ત્યાં નજરે પડતી દેવાલયોની હારમાળાનો ઉલ્લેખ કરી, શ્રી યુગાદિભવનનાં મંત્રી વામ્ભટે ત્રણ કોટિમાં ત્રણ લક્ષ કમ દ્રવ્ય ખર્ચીને કરાવેલ ઉદ્ધારની વાત કહે છે (૪-૫), તે પછી “કપૂર-ધવલ”(શ્વેત આરસની) આદિ જિનની મૂર્તિ, અને પ્રવેશમાં રહેલ
અમૃતપારણ'(તોરણોની વાત કહી (), તીર્થાધિપતિને ઉદ્ભોધતા સ્તવનાત્મક ઉગારો કાઢી (૭), જાવિડિસાહ વિ. સં. ૧૦૮માં કરાવેલ બિબ-સ્થાપનની તે કાળે પ્રચલિત અનુશ્રુતિ નિવેદિત કરે છે (૮); ત્યારબાદ યુગાદિરાજના મમ્માણ મણિપર્વત તટસ્થળેથી ઉત્પન્ન થયેલ જયોતિરસ-રત્નથી નિર્મિત મૂલબિંબ વિશે પારંપરિક અનુશ્રુતિનું ઉચ્ચારણ કરી (૯), ફરી એક વાર તીર્થપતિ અનુલક્ષિત સ્તુત્યાત્મક વચનો કાઢે છે (૧૦). આ પછી જાવડિસાહે કરાવેલી યુગાદિની મૂર્તિની જમણી તેમ જ ડાબી બાજુએ પ્રસ્થાપિત ભવભયહર પુંડરીકસ્વામીની યુગલ મૂર્તિનો ઉલ્લેખ કરે છે (૧૧).
યુગાદિના મૂલચંત્ય વિશે આટલું કહ્યા બાદ, તેના જમણા પડખે આવેલા સમરાગર (સમરા સાહ)ના કરાવેલા શ્રી પાર્શ્વનાથના ભવનની વાત કરે છે (૧૨). તે પછી ત્યાંથી (પ્રદક્ષિણાક્રમથી) આગળ ચાલતાં ઈશ્વાકુ-વૃષ્ણિ કુળના (શત્રુંજય પર સિદ્ધગતિ પામેલા) કોટિ કોટિ મુનિઓની પ્રતિમાવાળા (મંત્રી પૃથ્વીવર-નિર્માપિત) કોટાકોટી-ચૈત્યનો ઉલ્લેખ કરે છે (૧૩), અને સાથે જ ચંદ્રાનન પ્રમુખ વીસ વિહરમાન જિનના ભુવનને પણ ઉલ્લેખે છે (૧૪). ત્યારબાદ પાંચ પાંડવ અને કુંતા માતાની લેખમયી મૂર્તિઓ (૧૫), અને દૂધ વર્ષાવતા ચિરાયુ ચૈત્યવૃક્ષ પ્રિયાલ એટલે કે રાજદની વા રાયણવાળા સ્થળે (નાગ અને) મોર સરખા હિંસ પ્રાણીઓના દેવસન્નિધિમાં થયેલા, સ્વભાવગત હિંસા-ધર્મના ત્યાગનો પણ નિર્દેશ કરે છે (૧૮). ત્યારબાદ અન્યથા અજિતજિનથી પ્રારંભી ક્રમમાં આવતા બાવીસ જિનની પાદુકા એવું લેપમથી પ્રતિમા(સમૂહ)નો ઉલ્લેખ કરે છે (૧૯). આટલું કહી લીધા પછી સ્તોત્રકાર યુગાદિદેવના મૂલભવનના મોઢા આગળ, ડાબી બાજુએ રહેલા મંત્રી વસ્તુપાલ કારિત ત્રણ રચનાઓ) સત્યપુરાવતાર વીર અને જમણી બાજુએ રહેલ શકુનિવિહાર અને પ્રસ્તુત પ્રાસાદની પાછળના ભાગમાં સ્થિત અષ્ટાપદતીર્થનો ઉલ્લેખ કરે છે (૨૦). આ પછી (તેજપાલ કારિત) નંદીશ્વર, અને વસ્તુપાલ કારિત) ગિરનારગિરિ અને સ્તંભનકપુરના જિનનાં તીર્થાવતાર
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર અપનામ “શ્રી શત્રુંજય મહાતીર્થપરિપાટિકા
૨૮૯
મંદિરોનો ઉલ્લેખ કરે છે (૨ ૧).
આદીશ્વર ભગવાનનું મૂલ ચૈત્ય ધરાવતા આ દક્ષિણ શંગનાં સૌ ચૈત્યસ્થાનો વિશે આટલી વાત થઈ રહ્યા બાદ હવે કવિ-યાત્રી બીજા, એટલે કે ઉત્તર શૃંગ તરફ વળે છે. ત્યાં જતાં માર્ગમાં વચ્ચે આવતા (વસ્તુપાલ મંત્રીના) સ્વર્ગારોહણ-પ્રાસાદ અને તેમાં સ્થિર થયેલા વિદ્યાધર નમિ-વિનમિ સેવિત અને તેમની (ચકચકિત) ખડ્ઝમાં પ્રતિબિંબ રૂપે દેખાતા બે વિશેષ બિંબવાળા જિનેશ (આદિનાથ)ને પ્રણામી (૨૨). ત્યાંથી આગળ વધતા દ્વિતીય એટલે કે ઉત્તર શૃંગ પર સ્થિત ૧૬મા જિન (શાંતિનાથ), પ્રથમાહત્ (યુગાદિદેવ), શ્રેયાંસજિન, નેમિજિન, અને વીરજિનેન્દ્રનાં મંદિરો)ની ઉપસ્થિતિનો નિર્દેશ કરે છે (૨૩) છેલ્લે જિનમાતા. મરુદેવી અને સંઘરક્ષક કપર્દીયક્ષ(નાં ભવનો)નો ઉલ્લેખ કરી (૨૪). યાત્રાફળ ઉપલક્ષમાં પ્રાસંગિક પરંપરાગત વચનો કહી, વક્તવ્ય સમાપ્ત કરે છે (૨૫). આ તીર્થવર્ણનમાં દક્ષિણ ગ પરની સંરચનાઓમાં મંત્રીશ્વર વસ્તુપાળવિનિર્મિત, મધ્યકાળે ખૂબ પ્રસિદ્ધિમાં આવેલ ઈદ્રમંડપ, તેમ જ બંધુદ્ધયે બંધાવેલ દેવાલય-સમૂહને ફરતા પ્રતોલી સહિતના પ્રકારનો ઉલ્લેખ નથી; આનો ખુલાસો એ રીતે આપી શકાય કે સ્તોત્રકારનું લક્ષ શત્રુંજય પર પ્રતિષ્ઠિત ઉપાસ્ય જિના પ્રતિમાઓ અને પ્રતિમા-ભવનોની સ્તુતિ કરવા તરફ જ કેન્દ્રિત થયેલું હોઈ, વાસ્તુની દષ્ટિએ મહત્ત્વની, પણ ધાર્મિક સ્થાનકોણથી ગૌણ મનાય તેવી, કૃતિઓ એમણે મૂળ વસ્તુના વ્યાપની બહાર માની હોય.
હવે વિચારીએ સ્તોત્રના રચનાકાળ વિશે. રચયિતાનું નામ દીધું ન હોઈ, તે દિશામાંથી કાળનિર્ણય માટે જરા સરખી પણ મદદ મળી શકતી નથી. નિરાડંબરી ભાષા અને પ્રસન્ન-સરલ નિરૂપણશૈલી ઉત્તર-મધ્યકાળથી થોડોક પૂર્વનો સમય સૂચવી રહે છે : પણ એ પ્રમાણ અપૂરતું, જોઈએ તેટલું વજનદાર ન હોઈ, સાંપ્રત સંદર્ભમાં અલ્પોપયોગી ઠરે છે. કૃતિના સમયનો વધારે સચોટ અંદાજ કરવા માટે ચોક્કસ પ્રમાણો તો તેના અંતરંગની વસ્તુમાંથી મળી રહે છે, જે વિશે હવે ક્રમબદ્ધ જોઈએ. (૧) આ યાત્રા-સ્તવમાં મંત્રીરાજ વાભ ઈ. સ. ૧૧પ૭માં કરાવેલ તીર્થોદ્ધારનો ઉલ્લેખ છે, અને જોકે સમરા સાહે ઈ. સ. ૧૩૫૧માં કરાવેલ પુનરુદ્ધારનો સીધો નિર્દેશ નથી, તો પણ ‘સમરાગર'ના પાર્શ્વનાથ-ભવન (દસલ વિહાર)ના ઉલ્લેખથી કૃતિ ઈ. સ. ૧૩૧૫ બાદની ઠરે છે. અન્યથા સ્તવનકાર તો યુગાદિનું બિંબ જાવડિ સાહના સમયનું જ માનતા હોય તેમ લાગે છે; પણ પ્રથમ દૃષ્ટિએ સ્તવરચના ઈ. સ. ૧૩૧૩માં થયેલા તીર્થભંગ પછીની પરિસ્થિતિનું સૂચન કરે છે. (૨) સચિવેશ્વર વસ્તુપાળ અને તેમના લઘુબંધુ મંત્રી તેજપાલ ઈ. સ. ૧૨૨૧ થી લઈ ૧૨૩ર સુધીના ગાળામાં શત્રુંજય પર કરાવેલ સ્તંભનકપુર-પાર્શ્વનાથ, ગિરનારાવતાર નેમિ, શકુનિકા-વિહાર, અને સત્યપુરાવતાર-વીરનાં ભવનો તેમ જ અષ્ટાપદ એવું નંદીશ્વરદ્વીપ અને પાલિતાણામાં
નિ, ઐ, ભા. ૧-૩૭
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૯૦
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
(લલિતાસરની પાળે વસ્તપાલે કરાવેલ) વીરના મંદિરનો ઉલ્લેખ છે. વિશેષમાં મંત્રીશ્વર વસ્તુપાળના ઈ. સ. ૧૨૩૯માં થયેલા સ્વર્ગવાસ પછી બંધુ તેજપાળ (શત્રુંજય પર અનુપમા સરોવરને કાંઠે) કરાવેલ સ્વર્ગારોહણપ્રાસાદનો સાંપ્રત સ્તોત્રમાં ઉલ્લેખ છે. તદુપરાંત તેમાં કોટાકોટિ-ચૈત્યનો, અને દક્ષિણ શૃંગ પરના “પ્રથમાહત'ના ચૈત્યનો પણ ઉલ્લેખ છે : આ છેલ્લાં બે મંદિરોમાંથી એક માંડવગઢના મંત્રી પીથડે ઈ. સ. ૧૨૬૪ કે તેથી થોડું પૂર્વે, અને બીજું મોટે ભાગે સંડેરના શ્રેષ્ઠી પેથડે ઈસ્વીસનના ૧૩મા શતકના અંતે કરાવેલું. આથી સાંપ્રત ચૈત્ય-પરિપાટિકા-સ્તવની રચના ૧૩મા શતકના અંત બાદ થઈ હોવી ઘટે : અને સ્તોત્રકારે વર્ણવેલ ઘણાંખરાં મંદિરો ઈસ. ૧૩૧૫ના પુનરુદ્ધાર સમયે જે પુનર્નિર્મિત યા પુનરુદ્ધારિત થયેલાં તે જ હોઈ શકે. (૩) સમરા સાહના ઈ. સ. ૧૩૧પના ઉદ્ધાર પછી થોડાક જ વર્ષોમાં, ઈ. સ. ૧૩૨૦-૨૫ના ગાળામાં, ત્યાં આગળ નિર્માયેલી “ખરતર વસહી'નો તેમાં ઉલ્લેખ નથી. (આ ખરતર-વસહીનાં રચનાકાલિ, એની સ્થાપત્યચારુતા અને વાસ્તવિગતો, તેમ જ ગુણવત્તા વિશે ૧૪માં શતકથી લઈ ૧૭મી સદી સુધીના લગભગ બધા જ ચૈત્યપરિપાટીકારો પરિપાટીની મર્યાદામાં રહી, કહી શકાય તેટલું કહી છૂટ્યા છે.) આથી આ સ્તોત્ર ખરતરવસહીના નિર્માણકાળ પૂર્વેનું ઠરે છે. (૪) જિનપ્રભસૂરિએ સં. ૧૩૮૫ ! ઈ. સ. ૧૩૪૯માં રચેલ શત્રુંજયકલ્પ અને આ પુંડરીકગિરિ શિખરિસ્તોત્ર વચ્ચે કેટલુંક ધ્યાન ખેંચે તેવું ભાષાગત અને તથ્યગત સામ્ય છે (જે મૂળપાઠની પાદટીપોમાં દર્શાવવામાં આવ્યું છે.) આ આશ્ચર્યજનક સમાનતા વિશે આ પળે વિશેષ વિચારવું ઘટે. જિનપ્રભસૂરિનો આ સુવિખ્યાત “કલ્પ” ઈ. સ. ૧૩૨૯માં પૂર્ણ થયો હોવા છતાં તેમાં અપાયેલી ચૈત્યવિષયક હકીકતો પ્રાયઃ ભંગ પૂર્વેની સ્થિતિનો નિર્દેશ કરે છે. સમરા સાહ અને તેમના સમકાલિકોએ ત્યાં પુનરુદ્ધાર વખતે શું શું કર્યું, તેમ જ પ્રસ્તુત ઉદ્ધાર પછી ત્યાં થોડા સમયમાં જ બનેલી ખરતર-વસહી તથા ખરતરગચ્છાધિપતિ જિનકુશલસૂરિની આમાન્યવાળા શ્રાવકોએ સં. ૧૩૭૯-૮૨ (ઈ. સ. ૧૩૨૩-૨૬) વચ્ચે કરાવેલા મહત્ત્વપૂર્ણ જિનભવનો (જે આજે પણ વિદ્યમાન છે,) તેનો કલ્પમાં બિલકુલ ઉલ્લેખ નથી; કલ્પકાર જિનપ્રભસૂરિ પોતે ખરતરગચ્છની લઘુશાખાના એક અગ્રગણ્ય આચાર્ય હોવા છતાં! આથી એમ માનવાને કારણ મળે છે કે તેમણે તે કાળે વિદ્યમાન ચૈત્યો વિશે જે કંઈ લખ્યું છે તે તેઓએ ભંગ પૂર્વે કરેલી, કદાચ ૧૩મા શતકમાં અંતિમ વર્ષો દરમિયાન, કે ૧૪મા શતકનાં આરંભિક વર્ષોમાં કરેલી યાત્રા સમયે (અને નિવાસ સમયે) ત્યાં જે જોયું હશે તેનું યથાસ્કૃતિ અને યથાવત્ વર્ણન છે. આથી આપણા આ સ્તોત્રના કર્તાએ, અને જિનપ્રભસૂરિએ ગિરિવર પર જે જોયું હતું તેનો કાળ તદન સમીપ આવી જાય છે.
પણ આ નિર્ણય સામે એક અન્ય મુદ્દો છે તે પણ લક્ષમાં લેવો ઘટે. સ્તોત્રકાર આદીશ્વરના મંદિર પાસે વીસ વિહરમાન જિનના મંદિરનો ઉલ્લેખ કરે છે, જેનો વસ્તુપાળ
Page #6
--------------------------------------------------------------------------
________________
"શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર' અપરનામ “શ્રી શત્રુંજય મહાતીર્થપરિપાટિકા
૨૯૧
તેજપાળ તેમ જ મંત્રી પીથડ તેમ જ સંઘપતિ પેથડ (સંડેરવાળા) સંબંધી સાહિત્યમાં, કે જિનપ્રભસૂરિના “કલ્પ”માં પણ ઉલ્લેખ નથી. ઉપકેશગચ્છીય કક્કસૂરિ વિરચિત નાભિનંદનજિનો દ્વારપ્રબંધ (સં. ૧૩૯૩ { ઈ. સ. ૧૩૩૭)માં સમરા સાથે કરાવેલ તીર્થોદ્ધારનું તાદશ અને વિગતપૂર્ણ વિવરણ કર્યું છે તેમાં પાટણમાં ઉપાશ્રયે સમરા સાહ ઉકેશ-ગચ્છપતિ સિદ્ધસેનસૂરિને, પ્રતિષ્ઠા પૂર્વે ડુંગર પર જીર્ણોદ્ધારના ઉપલક્ષમાં પોતે અને અન્ય શ્રાવકોએ શું શું કરાવ્યું, તેની વાત કરે છે, તેમાં તેઓ કહે છે કે “(આદિ)જિન ભવનના)પાછળના ભાગમાં વિહરમાન અહંતોનું “નવું” ચૈત્ય પણ કરાવ્યું છે'' : યથા :
तथा विहरमाणानामर्हतां साम्प्रतं भुवि । अकारयन्नवं चैत्यं स साधुर्जिनपृष्टतः ।।
-नाभिनन्दनजिनोद्धारप्रबन्ध ४ /२०७ અહીં “નવા”નો અર્થ ‘પૂર્વે અસ્તિત્વમાં હતું નહીં તેવું કરીએ તો આ ચૈત્ય શત્રુંજય પર ભંગ પછી પહેલી જ વાર બન્યું એમ ઘટાવી શકાય; અને વાસ્તવમાં છે તેમ જ હોય તો સાંપ્રત સ્તોત્ર તેની નોંધ લેતું હોઈ, તે ઈ. સ. ૧૩૧૫ બાદનું હોવા વિશે એક વિશેષ પ્રમાણ મળી રહે : પણ જો તે ઈ. સ. ૧૩૧૫ પછી રચાયું હોય અને તેમાં ઉદ્ધાર દરમિયાન રચાયેલા આ સંભાવ્ય નવા મંદિરનો ઉલ્લેખ થઈ શકતો હોય, તો સમરા સાહના ઉદ્ધાર જેવી મહત્ત્વની બાબતનો સીધો ઉલ્લેખ કરવાનું કેમ રહી જાય? જો કે તે મુદ્દો તો કદાચ સ્તોત્રકારને એ દુ:ખદ ઘટનાનો ઉલ્લેખ કરવો ઠીક નહીં લાગ્યું તેટલું જ બતાવી રહે છે. “નવા” શબ્દથી પૂર્વનું ખંડિત થયેલું મંદિર ફરીને બતાવ્યું હોય તેમ પણ અભિપ્રેત હોઈ શકે. આના સમર્થનમાં પ્રબંધકાર અષ્ટાપદની થયેલી નવરચના વિશે જે કહે છે તે જોઈએ. અષ્ટાપદપ્રાસાદ આદીશ્વરની જમણી બાજુએ મૂળ વસ્તુપાળનો કરાવેલો હતો તેમ આપણે જિનહર્ષગણિ વિરચિત વસ્તુપાલચરિત્ર (સં. ૧૪૯૭ ! ઈ. સ. ૧૪૪૧) પરથી જાણીએ છીએ. જિનપ્રભસૂરિ પણ તે શકુનિચૈત્યની પાછળ હતું તેવો ઉલ્લેખ કરે છે : હવે આ અષ્ટાપદપ્રાસાદને પણ “નવો કરાવ્યો” એવું વિશેષાભિધાન પ્રબંધકાર કક્કસૂરિ આપે છે :
तथाऽत्राष्टापदाकारं चतुर्विंशतिनाथयुक्त देवदक्षिणबाहुस्थं नवं चैत्यं च कारितम् ॥
--રામાનનો પ્રવન્ય ૪/ર૦% આથી “નવા “શબ્દથી ‘અભિનવ પ્રાસાદ' નહીં પણ મુસલમાનોએ તોડેલ અગાઉના મંદિરને કાઢી નાખી પુનરુદ્ધારમાં નવું જ દેવલ્પ ઊભું કરાવ્યાનો આશય અભિDય માનવો ઘટે. આથી વીસ વિહરમાન જિનનું ભવન પણ ભંગ પૂર્વ હસ્તીમાં હતું તેમ માનવાને કારણે
Page #7
--------------------------------------------------------------------------
________________
૨૯૨
નિર્ચે ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
રહે છે. ધર્મઘોષસૂરિના ગચ્છના આનંદસૂરિના શિષ્ય અમરપ્રભસૂરિની સં. ૧૩૨૬ ( ઈ. સ. ૧૨૭૦ની કૃતિમાં “મસ્યા તમ વિક્વેદમન્ડન વિનાનું સીમંધરીનીદ્યાન” એવો ઉલ્લેખ આવતો હોઈ તીર્થભંગથી ૪૩ વર્ષે, અને વસ્તુપાલ-તેજપાલના જમાનાની પછી, વિસવિહરમાનનું મંદિર બંધાઈ ચૂક્યું જણાય છે. સ્તોત્રકાર ત્યાં ગયા ત્યારે તે મંદિર નવનિર્મિત રૂપે વિદ્યમાન હતું તેવો ઈગિતાર્થ નીકળી શકે. જોકે શત્રુંજય જેવા મહાતીર્થની યાત્રા જિનપ્રભસૂરિએ પોતાના પાછોતરા કાળમાં, ઈ. સ. ૧૩૨૯થી થોડુંક જ પહેલાં, કરી હોય તેમ માની શકવું મુશ્કેલ છે. આ યાત્રા તેમણે સાધુપણાની શરૂઆતનાં વર્ષોમાં જ કરી લીધી હોવી જોઈએ. તેમના કલ્પલેખનનો કાળ (જિનવિજયજી અંદરના પ્રમાણોથી અંદાજે છે તેમ) ઈ. સ. ૧૩૦૮ પહેલાં શરૂ થઈ ઈ. સ. ૧૩૨૯ વા ૧૩૩૩ પછી પણ ચાલુ રહ્યો હશે". એમ લાગે છે કે તેઓ શત્રુંજય પર યાત્રાર્થે પોતાના સાધુપણાનાં આગલાં વર્ષોમાં અને એથી ૧૩મા શતકનાં અંતિમ વર્ષો આસપાસ ગયા હશે કે પછી ૧૪મા શતકની શરૂઆતમાં. તીર્થભંગ અને પુનરુદ્ધાર વિશે તેમણે જે લખ્યું છે તે તેમના “શત્રુંજયકલ્પ”ને છેવાડે જ આવે છે, અને તે ત્યાં “તાજા કલમ” (postscript) રૂપે હોય તેવો ભાસ ઊઠે છે. પુંડરીકશિખરીસ્તોત્રકાર પર્વત પર ગયા ત્યારે વીસ વિહરમાનનું એ મંદિર ફરીને બની ચૂકેલું તે નિર્વિવાદ છે. એથી સ્તોત્રકાર ત્યાં જિનપ્રભસૂરિ ગયા તે પછીના (જો કે સમીપના) કાળમાં, તીર્થના પુનરુદ્ધાર બાદ, ગયા હશે અને ત્યારે તેમણે એ વીસ વિહરમાન જિનનું મંદિર જોયું હશે અને જિનપ્રભસૂરિ આ મંદિરની નોંધ લેવી ભૂલી ગયા લાગે છે. સ્તોત્ર, વર્ણિત ચૈત્યોના પહાડ પર પ્રસ્તુત કાળ-ખંડની પરિસ્થિતિ રજૂ કરતું હોવાથી સંભાવના સ્થાપિત કરીએ તો તે અનુચિત નહીં ગણાય; અને એથી સ્તોત્રકારની વિદ્યમાનતાનો કાળ ૧૩મા શતકના અંતિમ ચરણથી લઈ ચૌદમા શતકના પહેલા ચરણનાં વર્ષોમાં હોવાનું માની શકાય.
- હવે છેલ્લો મુદ્દો જોવાનો છે તે જિનપ્રભસૂરિ વિરચિત “શત્રુંજયતીર્થલ્પ” અને આ “પારિવાટિકા” વચ્ચે રજૂઆતમાં દેખાતું સામ્ય. ઘડીભર એમ લાગે કે બેમાંથી એક બીજાની કૃતિ જોઈ હશે. જો સ્તોત્રકારે “કલ્પ” જોયો હોય તો તે ૧૩૩૩ બાદ કેટલોક કાળ વીત્યે જ બની શક્યું હોય. પણ ખરેખર કલ્પ તેમને ઉપલબ્ધ હોય તો તેમાં બીજી કેટલીક ઉપયોગી વાતો છે તેનો પણ સમાવેશ સ્તોત્રમાં થયો હોત. ઊલટ પણે સ્તોત્રને જો જિનપ્રભસૂરિએ જોયું હોત તો સ્તોત્રમાં આપેલ વસવિહરમાનજિન'ના મંદિરની નોંધ લેવી તેઓ ચૂકે નહીં. બંનેના કથન વચ્ચે સમાનતા દેખાવાનાં કારણોમાં તો સામગ્રીની સમાનતા, ડુંગર પર અવસ્થિત દેવભવનોનાં પારસ્પરિક સુનિશ્ચિત સ્થાન, અને ખાસ કરીને આદીશ્વરની ટૂકનો પ્રદક્ષિણાક્રમથી નિશ્ચિત બનતો, પરંપરાગત ભગ્રણમાર્ગ અને બન્ને લેખકોનું સમકાલ– ઇત્યાદિ કામ કરી ગયા હશે તેમ માનીએ તો તે અવાસ્તવિક નહીં ગણાય.
Page #8
--------------------------------------------------------------------------
________________
‘શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર’ અપરનામ ‘શ્રી શત્રુંજયમહાતીર્થપરિપાટિકા'
આ સ્તોત્રના કર્તા કોણ હશે તે વિશે વિચાર કરવાનો કેટલાક કારણોસર અવકાશ રહે છે. યુગપ્રધાન આચાર્યવર સોમસુંદરસૂરિના અર્બુદગિરિકલ્પના (સ્વ) મુનિવર્યશ્રી કલ્યાણવિજયજી દ્વારા ઉદ્ધૃત પઘો જોતાં પુંડરીકશિખરિસ્તોત્ર અને પ્રસ્તુત કલ્પનાં ભાષા, ધ્વનિ, છંદોલય અને સંરચનામાં આશ્ચર્યજનક સામ્ય જોવા મળે છે. સંદર્ભગત પદ્યો અહીં આગળ કશું કહેતા પહેલાં તુલનાર્થે ઉદ્ધારીશ :
નામેન્દ્ર-વન્દ્ર-પ્રમુÎ: પ્રથિતપ્રતિષ્ઠ: श्री नाभिसम्भवजिनाधिपतिर्मदीयम् । सौवर्णमौलिखि मौलिमलंकरोति श्रीमानसौ विजयतेऽर्बुदशैलराजः ॥१०॥ श्रीनेमिमन्दिरमिदं वसुदन्ति भानु वर्षे कषोपलमयप्रतिमाभिरामम् । श्रीवस्तुपाल सचिवस्तनुजे स्म यत्र श्रीमानसौ विजयतेऽर्बुदशैलराजः ॥१५॥
-
चैत्येऽत्र लुणिगवसत्यभिधानके त्रि पंचाशता समधिका द्रविणस्य लक्षैः । कोटीर्विवेच सचिवस्त्रिगुणश्चतस्रः । श्रीमानसौ विजयतेऽर्बुदशैलराजः ||१६||
કલ્પમાં પઘાન્તે આવતું છેલ્લું પદ શ્રીમાનસૌ વિનયતેવુંઐત્તરાનઃ ‘શિખરીસ્તોત્ર’ના અંતિમ ચરણ શ્રીમાનસૌ વિનયતાં શિરિપુડી: ના પ્રતિઘોષ શો ભાસે છે. એક ક્ષણ તો ભ્રમ પણ થાય કે પુંડરીશિખરીસ્તોત્ર પણ ‘સોમસુંદરસૂરિ-કર્તૃક હશે : અને સૂરીશ્વરની સાધુપણામાં વિદ્યમાનતાનો કાળ વિ સં. ૧૪૫૨-૧૪૯૯ / ઈ. સ. ૧૩૯૬-૧૪૪૩નો હોઈ પ્રસ્તુત પરિપાટીકાસ્તોત્ર ૧૫મા શતકના પૂર્વાર્ધમાં અને ઈ. સ. ૧૪૪૩ પૂર્વે કચારેક રચાયું હશે. હવે જો એમ જ હોય તો તેમાં શત્રુંજય પરની ૧૪મા શતકની ખાસ રચનાઓ—ખરતરવસહી, છીપાવસહી, ટોટરાવિહાર, મોલ્હાવસહી, ઇત્યાદિનો, તેમ જ ૧૪મા શતકના આરંભમાં થયેલ તીર્થભંગ અને પુનરુદ્ધારનો કેમ બિલકુલ ઉલ્લેખ નથી ? આથી તારતમ્ય એટલું જ નીકળે કે વાસ્તવમાં તો આચાર્યપ્રવર સોમસુંદરસૂરિએ પૂર્વે રચાઈ ગયેલ પુંડરીકશિખરીસ્તોત્ર પોતાના અર્બુદગિરિકલ્પ માટે આદર્શ રૂપ રાખી રચના કરી છે. આથી પુંડરીકશિખરીસ્તોત્ર ૧૫મા શતક પૂર્વેનું સહેજે ઠરવા ઉપરાંત, તે એક મહાન સારસ્વતને પ્રભાવિત કરવા, પ્રેરવા જેટલી ગુણવત્તા ધરાવતું હોવાનું પણ સિદ્ધ થાય છે ! ઉપલા તર્કને સમર્થન દેતી વાત આપણને ૧૫મા શતકની બે અન્ય સુપ્રસિદ્ધ ગ્રંથરચના અંતર્ગત મળતાં તેનાં અવતરણો અન્વયે મળી રહે છે.
૨૯૩
Page #9
--------------------------------------------------------------------------
________________
૨૯૪
નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
તેમાં એક તો છે સં. ૧૫૩ ઈ. સ. ૧૪૪૭માં રચાયેલ સોમધર્મગણિનો ઉપદેશસતતિ ગ્રંથ, જેમાં સાંપ્રત સ્તોત્રના પાંચમા પદ્યને “યતઃ” કહી ઉદ્ધત કરેલું જોવા મળે છે. બીજો સંદર્ભ છે રત્નમંદિરગણિના સં. ૧૫૧૭ | ઈ. સ. ૧૪૬૧ આસપાસ રચાયેલા ઉપદેશતરંગિણી ગ્રંથમાં ૪ : તેમાં અહીંના પદ્ય “૮” નાં પ્રથમ ત્રણ ચરણ સાથે પદ્ય “૧૧'નું ત્રીજું પદ ( ત્યાં ચોથા ચરણરૂપે) ઉમેરીને અવતરણરૂપે ઘુસાડેલું છે. આ તથ્યો જોતાં એક વાત તદ્દન સ્પષ્ટ રહે છે કે આ સ્તોત્ર ૧૫મા શતકમાં સારી રીતે પ્રચારમાં હશે અને એ યુગના તપાગચ્છના વિદ્વદ્ સૂરિપ્રવરો તેને શત્રુંજયતીર્થ પરની પ્રમાણભૂત રચના માનતા હશે. ઉપર્યુક્ત ચર્ચાથી તો વિશેષ કરીને પરિપાટીસ્તોત્રની ઉત્તરસીમા જ નિશ્ચિત થાય છે, તેના કર્તા કોણ છે તે વિશે ભાળ મળતી નથી. કિંતુ પ્રસ્તુત વિષયને પ્રકાશિત કરતું એક પ્રમાણ તાજેતરમાં લભ્ય બન્યું છે. પં. બાબુભાઈ સવચંદ શાહ દ્વારા સંપાદિત કોઈ વિજયચંદ્રનું સંસ્કૃતમાં રચાયેલ રેવતાચલપરિપાટીસ્તવન પ્રકાશિત થયું છે. તેની શૈલી બિલકુલ આપણા પુંડરીકશિખરીસ્તવને મળતી જ છે. પ્રસ્તુત સ્તવન પણ વસંતતિલકા વૃત્તમાં નિબદ્ધ છે અને ત્યાં છેલ્લા (૨૧માં) પદ્યમાં છંદોભેદ પણ કરેલો છે. પહેલું અને છેલ્લે પદ્ય છોડતાં બાકીના સૌમાં ચોથું ચરણ શ્રી વિનવતાં વિજયન્ત” છે, જે વસ્તુ પણ શત્રુંજયવાળા તવનું અનુકરણ દર્શાવી રહે છે. અહીં તેના થોડાંક ઉપયુક્ત પદ્યો ઉદ્ધત કરીશું : છેલ્લામાં કર્તાનું અભિયાન સૂચિત થયેલું છે.)
राजीमतीयुवतिमानसराजहंसः
श्रीयादवप्रथितवंशशिरोवतंसः । नेमिनिजांघ्रिकमलैर्यमलंचकार
श्रीरैवतगिरिपति तमहं स्तवीमि || त्रैलोक्यलोकशुचिलोचनलोभनीये नेमीश्वरे जिनवरे किल यत्र दृष्टे । चेतः प्रसीदति विषीदति दुःखराशिः श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः ।। अष्टापद प्रभृतिकीर्तनकीर्तनीये
श्री वस्तुपालसचिवाधिपतेविहारे । यत्र स्वयं निवसति प्रथमो जिनेन्द्रः
श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः । सिंहासना वरसुवर्ण-सुवर्णदेह । पुष्पन्धयी पदपयोरुहि नेमिभर्तुः
Page #10
--------------------------------------------------------------------------
________________
‘શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર' અપરનામ ‘શ્રી શત્રુંજયમહાતીર્થપરિપાટિકા'
यत्राम्बिका वितनुते किल सङ्घरक्षां श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः ॥ इत्येवंविधरेवताचलशिरः शृङ्गारचूडामणिविश्वाम्भोजविकासवासरमणिस्त्रैलोक्यचिन्तामणिः । सेव्यः सैष तमोवितानविजये चन्द्रोपमैः सूरिभिः श्री मिर्जगतां विभुर्भवतु मे दुष्टाष्टकच्छिदे ||
પ્રસ્તુત સ્તવનના વિષયમાં પં બાબુભાઈનાં અવલોકનો વર્તમાન સંદર્ભમાં ઉપયુક્ત છે; કાળનિર્ણય માટે બીજો પણ મુદ્દો છે. “શ્રી શત્રુંજયમહાતીર્થપરિપાટિકા” અપરનામ “શ્રીપુંડરીકશિખરીસ્તવ”, જો કે તેમાં કર્તાનું નામ નથી આપ્યું છતાં ધ્વનિ, સંઘટન તથા આકાર-પ્રકારમાં તેને ખૂબ જ મળતી આવતી રચના છે. પ્રસ્તુત કૃતિનો રચનાકાળ પ્રા મધુસૂદન ઢાંકીએ ઈ. સ. ૧૩૦(૧)૫ અને ૧૩૨૦ વચ્ચેનો હોવાનો નિર્ણય કર્યો છે૧૭ ૪
**
..
‘પ્રસ્તુત બંને કૃતિઓ એક કર્તૃક હોવાનો પૂરો સંભવ હોઈ, તેમ જ બંને એક જ પ્રતિમાં ઉપલબ્ધ થઈ હોઈ સાંપ્રત રચનાને ઈસ્વીસન્ના ચૌદમા શતકના પ્રથમ ચરણમાં મૂકવામાં કોઈ આપત્તિ નથી.” “રચિયતાએ પોતાના ગચ્છ કે ગુર્વાદિક વિશે કશું કહ્યું નથી. પરિપાટીને અંતે ૨૧માં શ્લોકમાં “સેવ્યઃ સૈષ તોવિતાનવિનયે દ્રોપમે: ભૂમિ:' આ પ્રમાણે કર્તાએ પોતાના નામનો ઉલ્લેખ શ્લેષપૂર્વક કરેલો હોવાથી કર્તાનું નામ “વિજયચંદ્રસૂરિ” હોવાનું નિશ્ચિત થાય છે૯.’
૨૯૫
“વિજયચંદ્ર” નામવાળા ચારેક સૂરિઓ મધ્યકાળમાં થઈ ગયા છે. સમયની દૃષ્ટિએ સૌ સાંપ્રત કૃતિના સંભાવ્ય કાળથી ઠીક ઠીક પૂર્વે થઈ ગયા હોઈ આ સ્તોત્રના કર્તા કોઈ અઘાવધિ અજ્ઞાત વિજયચંદ્ર જણાય છે॰.'
પં. બાબુભાઈનાં અવલોકનો સાર્થક છે અને તદનુસાર પુંડરીતિશખરીસ્તવના કર્તા પણ વિજયચંદ્ર હોવાનો પૂરો સંભવ છે. તેમ જ સ્તવનો સમય પ્રાયઃ ઈસ્વી ૧૩૧૫-૧૩૨૦ના અરસાનો, એટલે કે સમરાશાહના ઈ. સ. ૧૩૧૫ના પુનરુદ્ધાર અને ખરતરવસહીની રચના(પ્રાયઃ ઈસ્વી ૧૩૨૦)ની વચ્ચેના ગાળાનો છે.
ટિપ્પણો :
૧. આ વિશે વિસ્તારથી મૂળપાઠો સહિત ચર્ચા મારા The Sacred Hills of Satrunjayagiri નામક પુસ્તકમાં આવનાર હોઈ અહીં વિશેષ કહીશ નહીં.
૨. એજન.
૩. એજન.
Page #11
--------------------------------------------------------------------------
________________
૨૯૬
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
૪, બંને પંડિતવર્યોનો અહીં સહર્ષ આભાર માનું છું. ૫. પ્રત નં. ૧૨૧૩૨, મૂળ પ્રતિ ધરવા બદલ પાટણસ્થ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારનો આભાર માનું છું.
પ્રત ત્યાં મૂળે કાંતિવિજયજી જૈન ભંડારની છે. ૬, એકાદ જોડણીદોષ સારીયે “B પ્રતમાં એકસરખો ચાલ્યો આવે છે : જેમ કે “ગિરિ' ને બદલે “ગરિ’ આ
લહિયાની પોતાની ખાસિયત જણાય છે. ૭, મમ્માણી ખાણના, ધવલ મમ્માણશિલાના, ઉલ્લેખ ૧૩મા-૧૪મા શતકના અને તે પછીના ચૈત્યવિષયક
સાહિત્યમાં આવતો રહે છે. પ્રસ્તુત ખાણ તે અધુનાપ્રસિદ્ધ મકરાણાની ખાણ છે. ૮. જિનપ્રભસૂરિ પણ ઇંદ્રમંડપનો કે પ્રતોલીનો ઉલ્લેખ કરતા નથી. અહીં અનુપમાસરોવર વિશે કહ્યું છે,
પણ તે તો ત્યાં તેના વિશિષ્ટ સંદર્ભને કારણે હોય તેમ લાગે છે. ૯. આના વિશે એ સર્વ પ્રમાણો સાથે ચર્ચા ઉપરકથિત અંગ્રેજી પુસ્તકમાં આવશે; તેથી એ મુદ્દા પર અહીં
વિસ્તાર અનાવશ્યક છે. ૧૦. જુઓ નાભિનંદનજિનોદ્ધારપ્રબંધ, સં. પં, ભગવાનદાસ હરખચંદ, અમદાવાદ વિ. સં. ૧૯૮૫, તથા
પંડિત લાલચંદ ભગવાનદાસ ગાંધી, ઐતિહાસિક લેખસંગ્રહ, વડોદરા ૧૯૬૩, ૫૪૦. ૧૧. જુઓ, આ ગ્રંથમાં મારા દ્વારા સંપાદિત અમરપ્રભસૂરિનું “શત્રુંજય ચૈત્ય પરિપાટી સ્તોત્ર.” ૧૨. વિવિધ તીર્થ, સં. જિનવિજય, સિંઘી જૈન ગ્રંથમાલા, શાંતિનિકેતન ૧૯૩૪, પૃ. ૨. ૧૩. જુઓ એમનો લેખ, “આવું તીર્થ શ્રી પ્રવીરતા,” પ્રજ-પરગાર, અજમેર ૧૯૬૬, પૃ. ૩૧૧-૩૧૩.
સુરીશ્વરનો પૂરો “અનિરિકા" મને ઉપલબ્ધ બન્યો નથી. એ છપાયો છે કે કેમ તે વિશે માહિતી મળી
શકી નથી. ૧૪. સં. મુનિ ચતુરવિજયજી, (પ્ર. જૈન આત્માનંદ સભા), ભાવનગર વિસં. ૧૯૭૧ (ઈ. સ. ૧૯૫૬),
પૃ. ૩૨. ૧૫. પ્ર. યશોવિજયજી ગ્રંથમાલા, વારાણસી વીર સં૨૪૩૭ (ઈ. સ. ૧૯૧૦), પૃ૧૩૨. પં. લાલચંદ
ગાંધીએ આ બન્ને અવતરણો મૂળ ગ્રંથોના અભિપ્રાય રૂપે ટાંકયાં છે, પણ વસ્તુતઃ સંદર્ભગત શ્લોકો આપણા આ સ્તોત્રના છે. (જુઓ, એમના સમુચ્ચય ગ્રંથ ઐતિહાસિક લેખસંગ્રહ અંતર્ગત “શ્રી શત્રુંજયતીર્થનો ઉદ્ધારક સમરસિંહ”, વડોદરા ૧૯૬૩, પૃ. ૫૨૪ (પાદટીપ ૩) તથા પૃપ૨૮ (પાદટીપ
૧૦). ૧૬. “શ્રી વિજયચંદ્રસરિવિરચિત શ્રીરૈવતાચલ ચૈત્યપરિપાટી સ્તવન,” Aspects of Jainology, vol 14,
Pt. Bechardas Doshi Commemoration Volume, Varanasi 1987, Gujarati Section,
પૃ. ૧૧૭-૧૧૨. ૧૭, એજન, પ્ર. ૧૨૨ ત્યાં ધરાછંદનો પ્રયોગ થયેલો છે. - ૧૮. એજન, પૃ. ૧૧૭.
૧૯. ૨૦, ૨૧. એજન.
Page #12
--------------------------------------------------------------------------
________________
૨૯૭
શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર' અપનામ “શ્રી શત્રુંજય મહાતીર્થપરિપાટિકા'
श्रीपुण्डरीकशिखरिस्तोत्रम् (श्रीशत्रुञ्जयचैत्यपरिपाटी)
(वसन्ततिलका) ननेन्द्रमण्डलमणीमयमौलिमालामीलन्मरीचिचयचुम्बितपादपीठम् । नत्वा युगादिजिनमादिमतीर्थराजं शत्रुञ्जये गिरिपति प्रयतः स्तवीमि ॥१॥ पुण्यं चिनोति नरजन्मफलं तनोति पापं लुनाति नयनानि सतां पुनाति । दूरेऽपि दर्शनपथं समुपागतो यः श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥२॥ श्रीपादलिप्तपुरपावनपार्श्वनाथ श्रीवर्धमानजिनराजयुगं नमन्ति । नेमीश्वरं च भविका यदधोविभागे श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥३॥ श्रृङ्गं च यस्य भविका अधिरुढवन्तः प्रासादपङ्किममलामवलोकयन्तः । लोकोत्तरं किमपि सौख्यमहो ! लभन्ते श्रीमानसौ विजयतां गिरिपुण्डरिकः ॥४॥ लक्षत्रयीविरहिता द्रविणस्य कोटीस्तिस्रो विविच्य किल वाग्भटमन्त्रिराजः । यस्मिन्युगादिजिनमंदिरमुद्दधार' श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ।।५।। कर्पूरपूरधवला किल यत्र द्रष्टा मूर्तिः प्रभोजिनगृहे प्रथमप्रवेशे । सम्यग्दृशाममृतपारणमातनोतिर श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥६॥
नि. . मा. १-३८
Page #13
--------------------------------------------------------------------------
________________
૨૯૮
નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
श्रीमूलनायकजिनः प्रणतः स्तुतो वा संपूजितश्च भविकैर्भवकोटिबद्धम् । यत्रोच्छिनत्ति सहसा किल कर्मजालं श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥७!! अष्टोत्तरे च किल वर्षशते व्यतीते श्रीविक्रमादथ बहुद्रविणव्ययेन । यत्र न्यवीविशत जावडिरादिदेवं' श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥८॥ मम्माणनाममणिशैलतटीसमुत्थज्योतीरसाख्यवररत्नमयश्च यत्र । दृष्टोप्यपूर्व इव भाति युगादिदेव: श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥९॥ यत्राचिते भगवतीह करौ कृतार्थों वाणी स्तुते च सफला प्रणते च भालम् । द्रष्टव्यदर्शनफले नयने च दृष्टे श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥१०॥ यत्रादिमो भगवतः किल दक्षिणाङ्गे वामे च जावडिनिवेशितमूर्तिरन्यः । श्रीपुण्डरीकयुगलं भवभीतिभेदी श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥११॥ यत्राद्यदेवगृहदक्षिणबाहुसंस्थं श्रीपार्श्वनाथभवनं समरागरस्य । पुण्यप्रकर्षमिवविश्वकृतः प्रमोदं श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥१२॥ इक्ष्वाकु-वृष्णिकुलजामुनिकोटिकोट्यः संख्यातिगा: शिवसुखश्रियमत्र भेजुः ।। इत्याह यत्र तिलकं किल कोटिकोटयः' श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥१३॥
Page #14
--------------------------------------------------------------------------
________________
“શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર' અક્ષરનામ “શ્રી શત્રુંજય મહાતીર્થપરિપાટિકા’
૨૯૯
चन्द्रानन-प्रभृतिनित्यजिनान्वितानां सद्विशतेविहरतां जिनपुङ्गवानाम् । यत्रोच्चकैर्भुवनमस्ति निरस्तदोषं श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥१४॥ पञ्चापि पाण्डुतनया सहिता जनन्या कुन्ताख्यया शिवमगुः शिखरे यदीये । तन्मूर्तयः षडिति शासति यत्र लेप्याः श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥१५॥ यत्र प्रियालुरिति चैत्यतरुचिरंत: श्रीसंघपुण्यमहिमाद्भुत दुग्धवर्षाम् ।। शस्तं समस्त्यनुपमाख्यसरोवरं च श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥१६॥ श्रीपादुकां भगवतः प्रणिपत्य यत्र भालस्थले तिलकिता नखजैर्मयूखैः । भव्या भवन्ति सुभगाः शिवसौख्यलक्ष्म्याः । श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥१७॥ हिंसाजुषोऽपि पशवोऽपि मयूरमुख्याः स्पृष्ट्वा यदीयशिखरं परिपूतदेहाः । आस्वादयन्ते तरसा सुरसंपदोऽपि श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥१८॥ द्वाविंशतिजिनवरा अजितादयस्ते स्वस्वप्रभान्वितसपादुकलेप्यबिम्बैः ।। अत्रैयरुः श्रुतिमति द्रढयन्ति यत्र श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥१९॥ वामे च पार्श्व इह सत्यपुरावतारः स्याद् दक्षिणे शकुनिकाङ्कितः सद्विहारः । अष्टापदो भगवतः किल यत्र पृष्ठे श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥२०॥
Page #15
--------------------------------------------------------------------------
________________
३००
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
नन्दीश्वरस्य गिरिनारगिरीश्वरस्य श्रीस्तम्भनस्य भविका अवतारतीर्थम् । संवीक्ष्य यत्र परमां मुदमुद्वहन्ति श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ||२१||
स्वर्गाधिरोहभवने जगतां कृपालुयंत्र प्रभुर्विनमिना नमिना च सेव्यः । तत्खड्ग- बिम्बनकृताऽपररूपयुग्मः श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ||२२||
श्रीषोडशो जिनपतिः प्रथमो जिनेश: श्रेयांसनेमिजिनवीरजिनेन्द्रमुख्याः ।
द्वितीयमिह यत्र पवित्रयन्ति श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ||२३||
त्रैलोक्यलोचनचकोरक चन्द्रिकाभा सुस्वामिनी शिवगता मरुदेवीनाम्नी । यत्र प्रयच्छति निजं सुखसंविभागं श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ||२४||
यत्रैष भव्यजनकल्पितकल्पवृक्षश्रीसङ्घरक्षणमहर्निशबद्धकक्षः । अष्टासु दिक्षु वितनोति कपर्दियक्षः श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥ २५ ॥
( शार्दूलविक्रीडितम् )
इत्येवंविधपुण्डरीकशिखरीस्तोत्रं पवित्रं मुदा श्रीमन्नाभिनरेन्द्रनन्दनजिन ध्यानैकतानव्रतः । श्रद्धाबन्धुरमानसः पठति यः सन्ध्याद्वये नित्यशः स्थानस्थोपि निरन्तरं स लभते सत्तीर्थयात्राफलम् ॥२६॥
॥ इति श्रीशत्रुञ्जय - चैत्यपरिपाटी समाप्ताः ॥ “B”
॥ इति श्री शत्रुञ्जय महातीर्थपरिपाटीका समाप्ताः ॥ “A”
Page #16
--------------------------------------------------------------------------
________________ શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર' અપનામ “શ્રી શત્રુંજય મહાતીર્થપરિપાટિકા” 301 तथा च श्री शत्रुञ्जयतीर्थकल्पे श्री जिनप्रभसूरिभिः १.तिस्त्रः कोटीस्त्रिलक्षोना व्ययित्वा वसु वाग्भटः / मन्त्रीश्वरो युगादीशप्रासादमुददीधरत् // 69 // 2. दृष्टैव तीर्थप्रथमप्रवेशेऽत्रादिमार्हतः। विशदा मूर्तिराधत्ते दृशोरमृतपारणम् // 70|| इतिश्री जिनप्रभसूरि कृते शत्रुञ्जयतीर्थकल्पे ३.श्रीजिनप्रभसूरिभिः अष्टोत्तरे वर्षशतेऽतीते श्रीविक्रमादिह / बहुद्रव्यव्ययाद् बिम्बं जावडिः स न्यवीविशत् // 7 // 4. तथा च भास्वरद्युतिमम्माणमणिशैलतटोत्थितम् ! ज्योतीरसाख्यं यद्रत्नं तत्तेन घटितं किल // 72 // ५.दक्षिणाङ्गे भगवतः पुण्डरीक इहादिमः / वामाने दीप्यते तस्य जावडिस्थापितोऽपरः // 84|| इत्याह श्रीजिनप्रभसूरिः ६.तथा च इक्ष्वाकु-वृष्णिवंश्यानामसंख्याः कोटिकोटयः / अत्र सिद्धाः कोटिकोटीतिलकं सूचयत्यदः // 84 // 7. पाण्डवाः पञ्च कुन्ती च तन्माता च शिवं ययुः / इति शासति तीर्थेऽत्र षडेषां लेप्यमूर्तयः // 86 // 8. तथा च राजादनश्चैत्यशाखी श्रीसङ्घाद्भुतभाग्यतः / दुग्धं वर्षति पीयूषमिव चन्द्रकरोत्करैः // 87|| 9. द्वाविंशतेजिनेन्द्राणां यथाख्यं पादुकायुता / भात्यत्रायतनश्रेणी लेप्यनिर्मितबिम्बयुक् / / 20 / / इत्याह श्री जिनप्रभसूरिः