Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન રત્નાકર
[ભાગ-૪]
પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનાં શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વખત થયેલાં પ્રવચનો
: પ્રકાશક :
શ્રી કુંદકુંદ કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ
મુંબઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & our Request
This shastra has been kindly donated by Mr LM Shah, Rashmin, Amar, Kirti & Sheena, London, UK who have paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of PravachanRatnaakar Bhag 4 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
Version History
Date
Changes
Version Number 001.a
22 April 2002
Inserted hyperlinks to AtmaDharma.com
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રાપ્તિસ્થાન:
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ- ૩૬૪૨૫૦
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ ૧૭૩/૭૫ મુંબાદેવી રોડ, મુંબઈ- ૪૦૦ ૦૦૨
વિં. સં. ૨૦૩૭ વીર સં. ૨૫૦૭ પ્રતઃ ૫OOO
મુદ્રક : પ્રવિણચંદ્ર હ. શાહ તથા મગનલાલ જૈન સુમતિ પ્રિન્ટિંગ પ્રેસ સોનગઢ (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
s
SSCCS?SSSSSOKOKKU ?????
=//SS8-= 0)).) છતળા
પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
-પ્રકાશકીય નિવેદનमंगलं भगवान वीरो मंगलं गौतमोगणी।
मंगलं कुंदकुंदार्यो जैन धर्मोऽस्तु मंगलम्।। પ્રારંભિક
પરમ દેવાધિદેવ જિનેશ્વરદેવશ્રી વર્ધમાનસ્વામી, ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી તથા આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદદેવાદિને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર.
એ તો સુવિદિત છે કે અંતિમ તીર્થંકર ભગવાન શ્રી વર્ધમાનસ્વામીની દિવ્યધ્વનિનો સાર આચાર્ય શ્રી કુંદકુંદદેવ પ્રણિત સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય આદિ પરમાગમોમાં ઠાંસી ઠાંસીને ભરેલો છે. ભવ્યજીવોના સદભાગ્યે આજે પણ આ પરમાગમો શ્રી અમૃતચંદ્રાચાર્ય આદિ મહાન દિગ્ગજ આચાર્યોની ટીકા સહિત ઉપલબ્ધ છે. સાંપ્રતકાળમાં આ પરમાગમોનાં ગૂઢ રહસ્યો સમજવાની જીવોની યોગ્યતા મંદતર થતી જાય છે. મોક્ષમાર્ગ પ્રાયે લુપ્ત થયો હતો તેવા કાળમાં મહાભાગ્યે જૈનશાસનનાં નભોમંડળમાં એક મહાપ્રતાપી યુગપુરુષ, આત્મજ્ઞસંત પરમપૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનો ઉદય થયો. ૪૬ વર્ષો સુધી ઉપરોક્ત પરમાગમો તથા અન્ય પરમાગમોમાં પ્રતિપાદિત જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતોને અતિસ્પષ્ટરૂપે, અવિરુદ્ધતાપૂર્વક, ભવ્ય જીવોને ભવતાપવિનાશક પરમશાંતિપ્રદાયક પ્રવચનગંગા દ્વારા, તેઓશ્રી રેલાવતાં રહ્યા. સુષુપ્ત જૈનશાસનમાં એક મહાન ક્રાંતિ ઉદય પામી. પરમાગમોને સમજવાનો જીવોને યથાર્થ દૃષ્ટિકોણ સાંપડ્યો. આ પ્રવચનગંગામાં અવગાહન પામીને અનેક ભવ્ય આત્માઓને જૈનધર્મની પ્રાપ્તિ થઈ છે, તેમ જ અનેક જીવો જૈનધર્મના ગંભીર રહસ્યોને સમજતા થયા અને માર્ગાનુસારી બન્યા. આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીનો જૈન સમાજ ઉપર અનુપમ, અલૌકિક, અનંત ઉપકાર છે. તેઓશ્રીના ઉપકારનો અહોભાવ નીચેની પંક્તિઓ દ્વારા પ્રત્યેક મુમુક્ષુઓ વ્યક્ત કરે છે.
અહો ! ઉપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો,
જિન-કુંદધ્વનિ આપ્યા અહો ! તે ગુરુ કહાનનો. આ પ્રવચનરત્નાકર ગ્રંથમાળાનાં પ્રથમ ત્રણ ભાગ પૂજ્યશ્રીની ક્યાતી દરમિયાન બહાર પડી ચૂકયા હતા. તેઓશ્રીની શિતળ છાયામાં આ ગ્રંથમાળામાં તેઓશ્રીના સઘળા પરમાગમો ઉપરનાં પ્રવચનોનો સાર પ્રકાશિત કરવાની અમારી ભાવના અધુરી રહી. સંવત ૨૦૩૭ ના કારતક વદી ૭ શુક્રવાર તા. ૨૮-૧૧-૮૦ના રોજ સમાધિભાવપૂર્વક તેઓશ્રીનો સ્વર્ગવાસ થયો. અમારા પર વજઘાત થયો. શાશ્વત શાંતિનો માર્ગ બતાવનાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[૪] અમને –દરેક જીવમાત્રને “ભગવાન” કહી બોલાવનાર, વિરોધીઓને પણ “ભગવાન” કહી તેમની ભૂલ પ્રત્યે ક્ષમાદષ્ટિ રાખી, તેઓ પણ દશાએ ભગવાન થાવ એવી કરૂણા વરસાવનાર એક મેરૂપર્વત જેવો અચલ, અડગ, ક્રાંતિકારી એકલવીર મોક્ષમાર્ગને અતિસૂક્ષ્મ છણાવટ સહિત પ્રકાશીને નિજ આત્મસાધનાના માર્ગે ચાલી નીકળ્યો. આટલા પ્રચારપૂર્વક અને આવી સૂક્ષ્મતા સહિત દ્રવ્ય-ગુણ-પર્યાયની છણાવટ જૈનશાસનમાં છેલ્લી કેટલીય શતાબ્દિઓમાં કયારેય થઈ નથી એમ કહેવામાં આવે તો એમાં જરાય અતિશયોક્તિ નથી.
પૂજ્યશ્રીની પ્રવચનશૈલીમાં પણ ભાવિ તીર્થંકરનાં લક્ષણો ઝળકતાં હતાં. સર્વ જીવો મોક્ષમાર્ગને પામો એવી તેમની અદમ્ય ભાવના વારંવાર ઉછળતી હતી. માર્ગ પ્રકાશવામાં તેઓ અનેક વિરોધીઓની વચ્ચે પણ એકલા અડગ રહેતા, દ્રષબુદ્ધિ સેવ્યા વગર વિરોધીઓના વિરોધનું તાત્વિક રીતે ખંડન કરી યથાર્થ માર્ગનું સ્થાપન કરતાં અને તેથી મધ્યસ્થ વિરોધીઓ વિરોધ ત્યજી સનાતન જૈનધર્મને અંગીકાર કરતાં. તદુપરાંત તેમની પવિત્ર છાયા હેઠળ અનેક સ્થળોએ શ્રી જિનમંદિરોનું નિર્માણ થયું અને તેમાં વીતરાગી જિનબિંબોની મહા પાવનકારી પ્રતિષ્ઠા થઈ. પરમાગમોનાં ગ્રંથોનું લાખોની સંખ્યામાં પ્રકાશન થયું. શ્રી વીતરાગદેવ, નિગ્રંથગુરુ અને વીતરાગી શાસ્ત્રોનું સત્યસ્વરૂપ સમજાવી તેમનો મહિમા યથાર્થપણે બતાવ્યો. પૂ. ગુરુદેવશ્રી વારંવાર ફરમાવતા કે શ્રી વીતરાગ જિનબિંબોની પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધાર તો વર્ષોથી લોકો કરતાં આવ્યા છે પણ તેનો મહિમા જો યથાર્થ રીતે કરવો હોય તો તેમને ઓળખાવનાર પરમાગમોનો પ્રચાર પણ એટલો જ આવશ્યક છે. પરમાગમો અને તેનું રહસ્ય પ્રત્યેક વ્યક્તિ આબાળગોપાળ સૌના હૃદયમાં સ્થાન પામે તેવી તેમની ભાવના રહેલી અને પરમાગમોના પ્રકાશન માટે વારંવાર પ્રેરણા આપતાં. અને એ ધ્યેયની સિદ્ધિ અર્થે તેઓશ્રી પરમાગમો ઉપર પ્રવચન આપતાં રહ્યાં અને નિત્ય સ્વાધ્યાયની પ્રવૃત્તિ તેમણે સજીવન કરી, મુમુક્ષુઓના નિત્યક્રમમાં સ્વાધ્યાયની પ્રવૃત્તિ વણી લીધી. જેના પ્રતાપે અનેક ગામોમાં સામૂહિક સ્વાધ્યાયની પ્રવૃત્તિનો બહોળો ફેલાવો થયો. શિક્ષણ શિબિરોનું આયોજન થયું. જયપુરમાં જૈન વિદ્યાપીઠની સ્થાપના થઈ. આદિ અનેક પ્રકારે તત્ત્વનો પ્રચાર થયો અને થાય છે. આત્મભાવનાની લોકોને એવી ધૂન લગાડી કે ખાધા વગર ચાલે પણ આત્માને વિચાર્યા વગર ન ચાલે તેઓશ્રી ફરમાવતા કે ધર્મ તે અર્ધાકલાક-કલાક કે પર્વ-પૂરતી મર્યાદિત સાધનાની ચીજ નથી પણ ધર્મ એ જીવન છે. એટલે કે સર્વકાલિક અને સર્વક્ષેત્ર સાધનાની ચીજ છે. આમ અનેકવિધ રીતે તેઓશ્રી દ્વારા આવા અનેક પ્રસંગો દ્વારા ધર્મપ્રચાર ઘણો થયો. લાખો લોકો ધર્મભાવના ભાવતા થયા. આથી મધ્યસ્થ જીવો પણ તેમના પ્રત્યે બહુમાનની દષ્ટિએ જોતા. દિગંબર સમાજનાં પંડિતો, વિદ્વાનો અને ત્યાગીગણ પણ એ સત્યનો સ્વીકાર કરતાં કે અમો એક પણ નવો જૈન બનાવી નથી શકતા ત્યારે આ મહાપુરુષે લાખો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[૫]
લોકોને જૈનધર્મમાં શ્રદ્ધાની બનાવ્યા. આવા વિલક્ષણ પુરુષનો મહાભાગ્યે પંચમ કાળમાં યોગ થયો. પાત્ર જીવોને માટે એક અપૂર્વ મહાન તક આવી. ધર્મામૃતની વર્ષો સુધી એકધારી વર્ષા થઈ. પૂ. ગુરુદેવશ્રી સંતોની વાણી ઉપર વારી જઈ જેમ ગાતા તેમ “અમૃત વરસ્યા રે પંચમ કાળમાં...” અંતે ક્રમાનુસાર સાંયોગિક ભાવનો કાળ પૂરો થયો. એ મહાપુરુષનો આપણા ઉપર અતિ અતિ ઉપકાર છે. જેનું વર્ણન શબ્દો દ્વારા અશકય છે. જેણે શાશ્વત સુખનો માર્ગ આપ્યો તેનું ઋણ ફેડવાનો કોઈ માર્ગ જ નથી. એથી વિનમ્રપણે પાવન પરમામૃત દ્વારા વીતરાગ સર્વજ્ઞપ્રણીત શ્રીગણધરાદિ મહાન આચાર્યો રચિત પરમાગમોનો ઉકેલ કરી નિજ સાધનાની પરિપૂર્ણતાને પામીએ અને સર્વ જીવો પામો એજ અભ્યર્થના.
પુણ્યપ્રસંગનું સૌભાગ્યઃ
સંવત ૨૦૩૪ની દીપાવલિ પ્રસંગે મુંબઈ મુમુક્ષુ મંડળના સભ્યો પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ૯૦મી જન્મજયંતી મુંબઈમાં ઉજવાય તે માટે અનુમતિ પ્રાપ્ત કરવા વિનંતી કરવા માટે સોનગઢ આવેલા ત્યારે કેટલાક સભ્યોને પોતાના સ્વાધ્યાયના લાભના હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર પરમાગમ ઉ૫૨ અઢારમીવા૨ થયેલ સાતિશય પ્રવચનો (સને ૧૯૭૫, ૧૯૭૬, ૧૯૭૭માં) પ્રસિદ્ધ કરવાનો મંગળ વિચાર આવ્યો. આ વિચાર મંડળના સૌ સભ્યોએ પ્રમોદથી આવકાર્યો અને પ્રસિદ્ધ અધ્યાત્મપ્રવક્તા, ધર્માનુરાગી મુરબ્બી શ્રી લાલચંદભાઈની પણ આ સુંદર કાર્ય માટે મંડળને પ્રોત્સાહિત કરતી શુભપ્રેરણા મળી. આ રીતે મુંબઈના મુમુક્ષુમંડળને પૂજ્ય ગુરુદેવશ્રીના અઢારમી વારના પરમાગમ શ્રી સમયસાર ઉપર થયેલા અનુભવ૨સમંડિત પરમકલ્યાણકારી, આત્મતિસાધક પ્રવચનો પ્રકાશિત કરવાના આ પુનિત પ્રસંગનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે અત્યંત હર્ષ અને ઉલ્લાસનું કારણ છે.
શ્રી કુંદકુંદાચાર્યે સમયસારશાસ્ત્રમાં કર્તાકર્મ અધિકારનું નિરૂપણ કર્યું છે જે તેમનાં અન્ય શાસ્ત્રોમાં કે અન્ય આચાર્યોની રચનાઓમાં અલગ અધિકારરૂપે કયાંય જોવામાં આવતું નથી. જે આ અધિકારની વિશિષ્ટતા છે. કર્તાકર્મઅધિકાર દ્વારા જીવનું અકર્તાસ્વરૂપ ઘણા પ્રકારે સ્પષ્ટ કર્યું છે. જે જીવોની અનેક પ્રકારની ભ્રમણાઓને દૂર થવાનું કારણ છે. જેના ઉપરના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો પણ અલૌકિક છે. જિજ્ઞાસુ જીવોને અવશ્ય એ પ્રેરણાદાયક નિવડશે. જે સર્વ જીવોએ સ્વાધ્યાય કરવા યોગ્ય છે.
પ્રકાશનનો હેતુઃ
આ પ્રવચનોના પ્રકાશનનો મૂળ હેતુ તો નિજસ્વાધ્યાયનો લાભ થાય તે જ છે. તદ્ ઉપરાંત સૌ જિજ્ઞાસુ ભાઈ–બહેનોને પૂજ્ય ગુરુદેવશ્રીનાં શ્રી સમયસાર ઉપરનાં સળંગ સર્વ પ્રવચનો સાક્ષાત્ સાંભળવાનો લાભ પ્રાપ્ત ન થઈ શક્યો હોય તે સંભવિત છે. તેથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[૬]
આ ગ્રંથમાળામાં ક્રમશઃ આદિથી અંત સુધીના પૂરાં પ્રવચનોને સમજવાનો કાયમી અને સર્વકાલિક લાભ મળી રહે તે હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીની અધ્યાત્મરસઝરતી અમૃતમયી વાણીના સ્વાધ્યાય દ્વારા નિરંતર મુમુક્ષુ જીવોને આત્મહિતથી પ્રેરણા મળતી રહેશે. તેવો આશય પણ આ પ્રકાશનનું પ્રેરકબળ છે.
વળી આ પંચમકાળના પ્રવાહમાં ક્રમશઃ જીવોનો ક્ષયોપશમ મંદતર થતો જાય છે તેથી પરમાગમમાં રહેલા સૂક્ષ્મ અને ગંભીર રહસ્યો સ્વયં સમજવાં ઘણાં જ કઠિન છે. આ પરિસ્થિતિમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ સાદી અને સરળ ભાષામાં સ્પષ્ટ કરેલાં પ્રવચનો લેખબદ્ધ કરીને પુસ્તકારૂઢ કરવામાં આવે તો ભાવી પેઢીને પણ શ્રી સમયસાર પરમાગમનાં અતિગૂઢ રહસ્યો સમજવામાં સરળતાપૂર્વક સહાયરૂપ બની રહેશે અને તે રીતે જિનોક્ત તત્ત્વજ્ઞાન અને તેની સ્વાધ્યાય પરંપરા તેના યથાર્થ સ્વરૂપમાં જળવાઈ રહેશે તેમ જ તે દ્વારા અનેક ભવ્યજીવોને પોતાનું આત્મકલ્યાણ સાધવામાં મહાન પ્રેરણા પ્રાપ્ત થશે તેવા વિચારના બળે પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર ઉપરાંત બીજા પણ અનેક પરમાગમો ઉપર થયેલ પ્રવચનો પ્રકાશિત કરવાની ભાવના છે અને તે ભાવનાવશ આ ટ્રસ્ટની રચના થઈ છે. તેથી પૂજ્ય ગુરુદેવશ્રીનાં હજારો પ્રવચનો પ્રસિદ્ધ કરવાનો મુખ્ય ઉદ્દેશ આ ટ્રસ્ટમાં રાખવામાં આવેલ છે.
આ પ્રસંગે સ્વ. શ્રી સોગાનીજીનું એક વચન સાકાર થશે તેવું ભાસે છે. તેમણે કહ્યું છે. કે પૂજ્ય ગુરુદેવશ્રીથી ધર્મનો જે આ પાયો નંખાયો છે તે પંચમકાળના અંત સુધી રહેશે. તઉપરાંત પૂજ્ય બેનશ્રીનાં વચનામૃત નં. ર૭માં ઉલ્લેખ છે કે “તેમનો (પૂજ્ય ગુરુદેવશ્રીનો) મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષ સુધી ગવાશે.” ખરેખર જ્ઞાનીઓના નિર્મળ શ્રુતજ્ઞાનમાં ભાવિપ્રસંગો કેવળજ્ઞાનવત્ પ્રતિભાસે છે, કારણ કે આ ટ્રસ્ટની યોજનામાં પૂજ્ય ગુરુદેવશ્રીના પાંચ પરમાગમો ઉપર થયેલાં પ્રવચનો ઉપરાંત બીજા પણ અનેક શાસ્ત્રો ઉપર થયેલાં પ્રવચનો ક્રમશઃ પ્રસિદ્ધ કરવાની ભાવના સમાહિત છે. એ રીતે હજારો પ્રવચનોનું સંકલન પ્રથમ સંસ્કરણમાં જ
નોનું સંકલન પ્રથમ સંસ્કરણમાં જ અનેક ગ્રંથોરૂપે પુસ્તકારૂઢ થશે અને તેવા પ્રત્યેક પુસ્તકોનું સંસ્કરણ (આવૃત્તિ) હજારોની સંખ્યામાં રહેશે. એ રીતે હિંદી અને ગુજરાતી ભાષામાં તાત્કાલિક પ્રકાશન થતાં પુસ્તકોની સંખ્યા લાખોમાં થવા જાય છે અને તેની પરંપરા ચાલે તો ઉપરોક્ત જ્ઞાનીઓનાં વચનો સિદ્ધ થવાનું પ્રત્યક્ષ જણાઈ આવે છે.
કાર્યવાહી:
શ્રી સમયસાર પરમાગમ ઉપરનાં પૂજ્ય ગુરુદેવશ્રીનાં અઢારમી વખતના થયેલ મંગળ પ્રવચનો તે સમયે ટેપરેકોર્ડર ઉપર અંક્તિ કરી લેવામાં આવ્યાં હતાં. આ ધ્વનિમુદ્રિત પ્રવચનો ટેપ ઉપરથી સાંભળીને ક્રમશ: લેખબદ્ધ કરવામાં આવ્યા છે. એક જ ટેપને વારંવાર સાંભળીને લેખન કરવામાં આવેલ છે. તેમ છતાં તેમાં શંઈ તૂટી રહી જવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[9]
ન પામે તે હેતુથી લખનાર સિવાય તપાસનારે ફરીથી સઘળાં પ્રવચનો ટેપ ઉ૫૨થી સાંભળીને તેની ચકાસણી કરેલ છે. આ પ્રમાણે તૈયાર થયેલાં પ્રવચનોના યથાયોગ્ય સુસંગત ફકરા પાડી તેને ફરીથી ભાઈશ્રી રમણલાલ માણેકલાલ શાહે લિપિબદ્ધ કરી આપેલ છે. તથા લિપિબદ્ધ થયેલાં પ્રવચનોની પણ છેલ્લે વિદ્વાન ભાઈ ડો. ચંદુભાઈ દ્વારા પૂરતી ચકાસણી કરવામાં આવેલ છે. આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોમાં વ્યક્ત થયેલ ભાવો સારી રીતે યથાસ્થિત જળવાઈ રહે તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવી છે.
આભારઃ
ઉપર્યુક્ત કાર્યવાહીમાં અનેક મુમુક્ષુઓ તરફથી આ ટ્રસ્ટને અત્યંત નિસ્પૃહભાવે સહ્યોગ મળેલો છે તેની સાભાર નોંધ લેવામાં આવે છે. જે જે મુમુક્ષુઓએ પ્રવચનો ઉતાર્યા છે તેમ જ ઉતારેલાં પ્રવચનોને તપાસી આપેલ છે અને આ કાર્ય ખૂબ જ સાવધાનીથી, ઉત્સાહથી અને કાળજીથી જે રીતે કરી આપ્યું છે અને જેમના નિસ્પૃહ સહકારથી આવું સુંદર કાર્ય થઈ શક્યું છે તેઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કર્યા વિના રહી શકીએ તેમ નથી. ભાઈશ્રી રમણભાઈ એ નિસ્પૃહપણે ઘણો પરિશ્રમ લઈને લખાણ તૈયાર કરી આપેલ છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ કાર્યમાં અતિ સક્રિય રીતે ભાઈશ્રી
હીરાલાલ ભીખાલાલ શાહ દહેગામવાળા સંકલનલેખન તથા વ્યવસ્થા આદિ અનેક પ્રકારે
ઉત્સાહપૂર્વક તન, મન, અને ધનથી મહત્વપૂર્ણ ફાળો આ ગ્રંથમાળાના પ્રકાશનમાં એકમેવ થઈને આપી રહ્યા છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ.
વિશેષ અમારા ટ્રસ્ટને શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ-ભાવનગર તરફથી ઘણો જ સહયોગ પ્રાપ્ત થયો છે. આ યોજના તેમણે વિચારેલી અને સાકાર કરવાના પ્રયત્નો રૂપે પૂજ્ય ગુરુદેવશ્રીનાં ધ્વનિમુદ્રિત થયેલાં પ્રવચનો ( અક્ષરશઃ ) લખાવી તૈયાર કરેલા, જે અગાઉથી અમોને લેખબદ્ધ કરવા માટે તૈયાર મળી ગયા અને આ કાર્ય શરૂ કરવામાં જરાપણ વિલંબ ન થયો, તે બદલ તેમનો આભાર માનીએ છીએ.
આવકાર્ય:
આ પ્રકાશન અમારો ત્રીજો પ્રયાસ છે. અત્યંત કાળજી અને સંભાળ રાખવા છતાં પ્રકાશનમાં કોઈ ત્રુટીઓ રહી જવા પામી હોય તે સંભવિત છે. સુજ્ઞ પાઠકગણ તરફથી આ સંબંધી જે કાંઈ સૂચનો મોકલવામાં આવશે તેને અત્રે આવકારીએ છીએ અને હવે પછીના પ્રકાશનમાં તે સંબંધી ઘટતું કરવામાં આવશે.
વીરું સં. ૨૫૦૭ વૈશાખ સુખ બીજ
તા. ૫-૫-૮૧
ચીમનલાલ હિંમતલાલ શાહ
પ્રમુખ
શ્રી કુંદકુંદકહાન ૫૨માગમ પ્રવચન ટ્રસ્ટ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
ક્રમ
૧
૨
ગાથા/કળશ
કળશ-૪૬
ગાથા ૬૯-૭૦
ગાથા-૭૧
ગાથા-૭૨
કળશ-૪૭
ગાથા-૭૩
ગાથા-૭૪
८
કળશ-૪૮
-
ગાથા-૭૫
૧૦
કળશ-૪૯
૧૧
ગાથા-૭૬
૧૨
ગાથા-૭૭
૧૩
ગાથા-૭૮
૧૪ ગાથા-૭૯
૧૫
કળશ-૫૦
૧૬
ગાથા-૮૦ થી ૮૨
૧૭ ગાથા-૮૩
૧૮
ગાથા-૮૪
૧૯
ગાથા-૮૫
૨૦
ગાથા-૮૬
૨૧
કળશ-૫૧-પર
૨૨
કળશ- ૫૩ થી ૫૫
૨૩
કળશ-૫૬
૨૪ ગાથા-૮૭
૨૫ ગાથા-૮૮
૨૬ ગાથા-૮૯
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
||૩|| 2
-: અનુક્રમણિકા :
પ્રવચન નંબર
૧૧૫ થી ૧૧૭
૧૧૫ થી ૧૧૭
૧૧૮-૧૧૯
૧૨૦ થી ૧૨૩
૧૨૦ થી ૧૨૩
૧૨૪ થી ૧૨૬
૧૨૭ થી ૧૨૯
૧૨૭ થી ૧૨૯
૧૨૯ થી ૧૩૨
૧૨૯ થી ૧૩૨
૧૩૨-૧૩૩
૧૩૩-૧૩૪
૧૩૩–૧૩૪
૧૩૫ થી ૧૩૭
૧૩૫ થી ૧૩૭
૧૩૭ થી ૧૩૯
૧૩૯ થી ૧૪૨
૧૪૩-૧૪૪
૧૪૪ થી ૧૪૭
૧૪૭ થી ૧૫૨
૧૪૭ થી ૧૫૨
૧૪૭ થી ૧૫૨
૧૪૭ થી ૧૫૨
૧૫૨ થી ૧૫૪
૧૫૫
૧૫૫૧૫૬
પૃષ્ઠાંક
૧
૨
૨૩
૩૨
૩૪
૫૭
૭૨
૭૪
૯૪
૯૫
૧૧૮
૧૨૮
૧૩૫
૧૪૨
૧૪૩
૧૫૯
૧૭૩
૧૯૫
૨૦૫
૨૨૯
૨૩૦
૨૩૧
૨૩૨
૨૬૩
૨૭૫
૨૭૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
परमात्मने नमः।
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
સમયસાર
*
ઉ૫૨
૫૨મ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પ્રવચનો श्रीमदमृतचंद्रसूरिकृता आत्मख्यातिः ।
*
કર્તાકર્મ અધિકાર
*
अथ जीवाजीवावेव कर्तृकर्मवेषेण प्रविशतः।
(મન્વાાન્તા)
एक: कर्ता चिदहमिह मे कर्म कोपादयोऽमी इत्यज्ञानां शमयदभितः कर्तृकर्मप्रवृत्तिम्। ज्ञानज्योतिः स्फुरति परमोदात्तमत्यन्तधीरं साक्षात्कुर्वन्निरुपधिपृथग्द्रव्यनिर्भासि विश्वम् ।। ४६ ।।
કર્તાકર્મવિભાવને, મેટી જ્ઞાનમય હોય, કર્મ નાશી શિવમાં વસે, નમું તેહ, મદ ખોય.
પ્રથમ ટીકાકાર કહે છે કે ‘હવે જીવ-અજીવ જ એક કર્તાકર્મના વેશે પ્રવેશ કરે છે.' જેમ બે પુરુષો માંહોમાંહે કોઈ એક સ્વાંગ કરી નૃત્યના અખાડામાં પ્રવેશ કરે તેમ જીવઅજીવ બન્ને એક કર્તાકર્મનો સ્વાંગ કરી પ્રવેશ કરે છે એમ અહીં ટીકાકારે અલંકાર કર્યો છે.
હવે પ્રથમ, તે સ્વાંગને જ્ઞાન યથાર્થ જાણી લે છે તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છેઃશ્લોકાર્થ:- ‘[ રૂF ] આ લોકમાં [અહમ્ વિદ્] હું ચૈતન્યસ્વરૂપ આત્મા તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ जाव ण वेदि विसेसंतरं तु आदासवाण दोण्हं पि। अण्णाणी ताव दु सो कोहादिसु वट्टदे जीवो।।६९।। कोहादिसु वटुंतस्स तस्स कम्मस्स संचओ होदि। जीवस्सेवं बंधो भणिदो खलु सव्वदरिसीहिं।। ७०।। यावन्न वेत्ति विशेषान्तरं त्वात्मानवयोद्धयोरपि। अज्ञानी तावत्स क्रोधादिषु वर्तते जीवः।। ६९।। क्रोधादिषु वर्तमानस्य तस्य कर्मणः सञ्चयो भवति। जीवस्यैवं बन्धो भणितः खलु सर्वदर्शिभिः।। ७०।।
[અવ: વર્તા] એક કર્તા છું અને [ગની કોપાય:] આ ક્રોધાદિ ભાવો [મે મૈ] મારાં કર્મ છે.' [તિ જ્ઞાનાં ફર્તુર્મપ્રવૃત્તિમ] એવી અજ્ઞાનીઓને જે કર્તાકર્મની પ્રવૃત્તિ છે તેને [ મિત: શયત] બધી તરફથી શમાવતી (મટાડતી) [ જ્ઞાળ્યોતિઃ] જ્ઞાનજ્યોતિ [»રતિ] સ્કુરાયમાન થાય છે. કેવી છે તે જ્ઞાનજ્યોતિ? [–૩ીરમ્] જે પરમ ઉદાત્ત છે અર્થાત્ કોઈને આધીન નથી, [ અત્યન્તવીર ] જે અત્યંત ધીર છે અર્થાત્ કોઈ પ્રકારે આકુળતારૂપ નથી અને [નિરુપધેિ–પૃથદ્રવ્ય-નિર્માસિ] પરની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી [ વિશ્વ સાક્ષાત્ ર્વત્ ] જે સમસ્ત લોકાલોકને સાક્ષાત્ કરે છે–પ્રત્યક્ષ જાણે છે.
ભાવાર્થ- આવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે, પરદ્રવ્ય તથા પરભાવોના કર્તાપણારૂપ અજ્ઞાનને દૂર કરીને, પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. ૪૬.
હવે, જ્યાં સુધી આ જીવ આમ્રવના અને આત્માના વિશેષને (તફાવતને) જાણે નહિ ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો, આસ્રવોમાં પોતે લીન થતો, કર્મોનો બંધ કરે છે એમ ગાથામાં કહે છે:
આત્મા અને આસ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ૬૯. જીવ વર્તતાં ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે,
સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ૭૦. ગાથાર્થ- [ નીવડ] જીવ [યાવત] જયાં સુધી [માત્મોન્નવયો: કયો. પિ 1] આત્મા અને આગ્નવ-એ બન્નેના [ વિશેષાન્તર] તફાવત અને ભેદને [ન વેત્તિ] જાણતો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૬૯-૭૦ ]
[ ૩ નથી [તાવત] ત્યાં સુધી [ :] તે [ અજ્ઞાની] અજ્ઞાની રહ્યો થકો [ ક્રોધા૬િ] ક્રોધાદિક આસ્રવોમાં [વર્તત] પ્રવર્તે છે; [દ્રોધારિy] ક્રોધાદિકમાં [ વર્તમાનચ તસ્ય] વર્તતા તેને [ ર્મળ:] કર્મનો [ સન્વય:] સંચય [ભવતિ] થાય છે. [ar] ખરેખર [gવે ] આ રીતે [ નીવ૨] જીવને [વન્ય: ] કર્મોનો બંધ [ સર્વામિ] સર્વજ્ઞદેવોએ [ મળત: ] કહ્યો છે.
ટીકાઃ- જેમ આ આત્મા, જેમને તાદાભ્યસિદ્ધ સંબંધ છે એવાં આત્મા અને જ્ઞાનમાં વિશેષ (તફાવત, જુદાં લક્ષણો) નહિ હોવાથી તેમનો ભેદ (જુદાપણું ) નહિ દેખતો થકો, નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે, અને ત્યાં (જ્ઞાનમાં પોતાપણે) વર્તતો તે, જ્ઞાનક્રિયા
સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી માટે, જાણે છે-જાણવારૂપ પરિણમે છે, તેવી રીતે જ્યાં સુધી આ આત્મા, જેમને સંયોગસિદ્ધ સંબંધ છે એવા આત્મા અને ક્રોધાદિ આસ્રવોમાં પણ, પોતાના અજ્ઞાનભાવને લીધે, વિશેષ નહિ જાણતો થકો તેમનો ભેદ દેખતો નથી ત્યાં સુધી નિઃશંક રીતે ક્રોધાદિમાં પોતાપણે વર્તે છે, અને ત્યાં (ક્રોધાદિમાં પોતાપણે) વર્તતો તે, જોકે ક્રોધાદિ ક્રિયા પરભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે તોપણ તે સ્વભાવભૂત હોવાનો તેને અધ્યાસ હોવાથી, ક્રોધરૂપ પરિણમે છે, રાગરૂપ પરિણમે છે, મોહરૂપ પરિણમે છે. હવે અહીં, જે આ આત્મા પોતાના અજ્ઞાનભાવને લીધે, 'જ્ઞાનભવનમાત્ર જે સહજ ઉદાસીન ( જ્ઞાતાદામાત્ર) અવસ્થા તેનો ત્યાગ કરીને અજ્ઞાનભવનવ્યાપારરૂપ અર્થાત્ ક્રોધાદિવ્યાપારરૂપ પ્રવર્તતી પ્રતિભાસે છે તે કર્તા છે; અને જ્ઞાનભવનવ્યાપારરૂપ પ્રવર્તનથી જાદાં, જે ક્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન થતાં પ્રતિભાસે છે, એવાં ક્રોધાદિક તે, (તે કર્તાનાં) કર્મ છે. આ પ્રમાણે અનાદિ કાળની અજ્ઞાનથી થયેલી આ (આત્માની) કર્તાકર્મની પ્રવૃત્તિ છે. એ રીતે પોતાના અજ્ઞાનને લીધે કર્તાકર્મભાવ વડે ક્રોધાદિમાં વર્તતા આ આત્માને, તે જ ક્રોધાદિની પ્રવૃત્તિરૂપ પરિણામને નિમિત્તમાત્ર કરીને પોતે પોતાના ભાવથી જ પરિણમતું પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે. આ રીતે જીવ અને પુગલનો, પરસ્પર અવગાહુ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. અનેકાત્મક હોવા છતાં (અનાદિ) એક પ્રવાહપણે હોવાથી જેમાંથી ઇતરેતરાશ્રય દોષ દૂર થયો છે એવો તે બંધ, કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે.
ભાવાર્થ:- આ આત્મા, જેમ પોતાના જ્ઞાનસ્વભાવરૂપ પરિણમે છે તેમ જ્યાં સુધી ક્રોધાદિરૂપ પણ પરિણમે છે, જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી, ત્યાં સુધી તેને કર્તાકર્મની પ્રવૃત્તિ છે; ક્રોધાદિરૂપ પરિણમતો તે પોતે કર્તા છે અને ક્રોધાદિ તેનું
૧. ભવન = થવું તે; પરિણમવું તે; પરિણમન. ૨. ક્રિયમાણ = કરાતું હોય તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ કર્મ છે. વળી અનાદિ અજ્ઞાનથી તો કર્તાકર્મની પ્રવૃત્તિ છે, કર્તાકર્મની પ્રવૃત્તિથી બંધ છે અને તે બંધના નિમિત્તથી અજ્ઞાન છે; એ પ્રમાણે અનાદિ સંતાન (પ્રવાહ) છે, માટે તેમાં ઇતરેતરઆશ્રય દોષ પણ આવતો નથી.
આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ કર્મનો કર્તા થઈ પરિણમે છે ત્યાં સુધી કર્તાકર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે.
લ્યો, હવે કર્તા-કર્મનો અધિકાર આવે છે.
આ સમયસાર તો ભરતક્ષેત્રનો ભગવાન છે. અહાહા...! શું અદભુત એની રચના છે! અલૌકિક ગાથાઓ અને અલૌકિક ટીકા છે. દેવાધિદેવ અરિહંતદેવની સાક્ષાત્ દિવ્ય-ધ્વનિનો સાર લઈને શ્રી કુંદકુંદાચાર્યદવે આ સમયસારની રચના કરી છે. અહો સમયસાર! ભાવો બ્રહ્માંડના ભર્યા! (તારામાં).
પહેલા અધિકારમાં આચાર્યદેવશ્રીએ જીવ-અજીવ દ્રવ્યની ભિન્નતાની વાત કરી; જીવ અને અજીવ દ્રવ્યો સૌ સ્વતંત્ર અને ભિન્ન છે એમ સિદ્ધ કર્યું. હવે જીવ અને અજીવ દ્રવ્યોની પર્યાયમાં (કર્તા-કર્મ સંબંધી) જે ભૂલ થાય છે તેની આ અધિકારમાં વાત છે. ભાઈ ! પર્યાયમાં જે ભૂલ છે તે સંસાર છે, અને તે ભૂલ મટતાં, ભૂલનો અભાવ થતાં મોક્ષ પ્રાપ્ત થાય છે. આ વાત છે. હવે પ્રથમ પંડિત શ્રી જયચંદ્રજી માંગળિકનું પદ કહે છે:
કર્તાકર્મવિભાવને, મેટી જ્ઞાનમય હોય,
કર્મ નાશી શિવમાં વસે, નમું તેહ, મદ ખોય. કર્તા એટલે થનારો. સ્વતંત્રપણે કરે તે કર્તા અને કર્તાનું ઇષ્ટ તે કર્મ. જ્ઞાનનું ઇષ્ટ જ્ઞાન છે અને અજ્ઞાનીનું રાગ-દ્વેષ. અહીં કહે છે કે આત્મા કર્તા અને રાગ-દ્વેષાદિ વિકાર એનું કર્મ-એ વિભાવ એટલે સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે, અજ્ઞાન છે. અહાહા! હું કર્તા અને પર્યાયમાં જે રાગ-દ્વેષાદિ વિકાર થાય કે તે વેળા જે જ્ઞાનાવરણાદિ કર્મ બંધાય તે મારું કર્મ-એ અજ્ઞાન છે. આવા અજ્ઞાનને દૂર કરીને જે જ્ઞાનભાવે પરિણમે તે રાગ-દ્વેષનો કર્તા મટીને જ્ઞાતા થાય છે.
પ્રશ્ન:- અહીં પર્યાયમાં રાગાદિ ભાવ છે તેથી પરમાણુઓ જ્ઞાનાવરણાદિ કર્મપણે પરિણમે છે ને?
ઉત્તર:- એમ નથી, ભાઈ ! એ કર્મયોગ્ય પરમાણુઓની કર્મભાવે પરિણમવાની જે તે સમયે યોગ્યતા અને જન્મક્ષણ છે તેથી સ્વયં જ્ઞાનાવરણાદિ કર્મભાવે પરિણમે છે અને ત્યારે રાગાદિ ભાવ છે તે એમાં નિમિત્ત છે. રાગાદિથી જ્ઞાનાવરણાદિ કર્મ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૬૯-૭૦ ]
[ ૫ બંધાય છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. આ પ્રમાણે વસ્તુસ્વરૂપ જેમ છે તેમ યથાર્થ સમજવું જોઈએ.
આત્મા ત્રિકાળ એકરૂપ ચૈતન્યસ્વભાવમય ભગવાન છે. તે શું કરે? શું તે રાગાદિ વિકાર કરે? શું તે જ્ઞાનાવરણાદિ કર્મ કરે? અહાહા...! જ્ઞાનાનંદસ્વરૂપી સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્મા રાગાદિ વિકાર કરે કે જ્ઞાનાવરણાદિ જડ કર્મ કરે એ વાત જૂઠી છે. માત્ર જાણવું, જાણવું, જાણવું એ જ જેનો સ્વભાવ છે તે રાગાદિ પરને જાણે એ તો ઠીક છે પણ તે રાગાદિ પરને કરે એ માન્યતા વિપરીત છે, અજ્ઞાન છે. ભાઈ ! આ દયા, દાન આદિ જે ભાવ થાય તેનો હું કર્તા અને દયા, દાન આદિ ભાવ તે મારું કર્મ તથા તે સમયે જે પુણ્યકર્મ બંધાય તે પણ મારું કર્મ એવી માન્યતા તે અજ્ઞાન છે.
આ કર્તાકર્મવિભાવને-અજ્ઞાનને મેટીને જે જ્ઞાતાભાવે એક જ્ઞાયકના લક્ષે પરિણમે તે કર્મનો નાશ કરીને શિવમાં વસે છે. શિવમાં વસે છે એટલે કલ્યાણપદ-સિદ્ધપદને પ્રાપ્ત થાય છે. લ્યો, એક કોર એમ કહે કે ભાવકર્મનો આત્મા નાશ કરે છે એ કથનમાત્ર છે (સમયસાર ગાથા ૩૪), અને જડ દ્રવ્યકર્મના નાશનો કર્તા તો આત્મા છે જ નહિ કારણ કે દ્રવ્યકર્મનું અકર્મપણે પરિણમન થવું એ તો પરમાણુઓનું કાર્ય છે, આત્માનું નહિ; જ્યારે અહીં કહે છે ‘કર્મ નાશી શિવમાં વસે ”—આ કેવું! ભાઈ, આત્મા પરમાર્થે ભાવકર્મ-દ્રવ્યકર્મનો નાશ કરતો નથી. પરંતુ જ્યાં સ્વયં, શુદ્ધ એક ચિદ્રુપ જ્ઞાયકના લક્ષે પરિણમ્યો અને ઠર્યો ત્યાં પોતે વીતરાગદશાને પામ્યો તથા રાગાદિ ઉત્પન્ન જ થયા નહિ, અને દ્રવ્ય કર્મ પણ અકર્મપણે પરિણમ્યાં તો એટલું દેખીને વ્યવહારથી એમ કહેવામાં આવે છે કે એણે ભાવકર્મ-દ્રવ્યકર્મનો નાશ કર્યો. “ણમો અરિહંતાણું નથી કહેતા? એટલે કે કર્મરૂપી વૈરીને ભગવાને હણ્યા. પરમાર્થે ભગવાને જડકર્મને તો હણ્યાં નથી પણ રાગાદિ ભાવકર્મને પણ હણ્યાં નથી. ભગવાન તો સ્વરૂપસ્થ થઈ પૂર્ણ વીતરાગતાને અને સર્વજ્ઞતાને પામ્યા છે. ત્યારે રાગાદિ ભાવકર્મ ઉત્પન્ન જ થયાં નહિ અને દ્રવ્યકર્મ અકર્મપણે પરિણમી ગયાં; તેથી ભગવાને ભાવકર્મદ્રવ્યકર્મનો નાશ કર્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આવો વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ ! તેને સમજવા તત્ત્વ-દષ્ટિ કેળવવી જોઈએ.
આ પ્રમાણે શિવપદને પ્રાપ્ત પરમ પવિત્ર પરમાત્માને, મદ ખોઈને એટલે કે નિર્માનતા પ્રગટ કરીને અત્યંત પવિત્ર ભાવથી હું નમસ્કાર કરું છું-એમ પંડિત શ્રી જયચંદ્રજીએ માંગલિક કર્યું છે.
પ્રથમ ટીકાકાર કહે છે કે-“હવે જીવ-અજીવ જ એક કર્તાકર્મના વેશે પ્રવેશ કરે છે. જેમ બે પુરુષો માંહોમાંહે કોઈ એક સ્વાંગ કરી નૃત્યના અખાડામાં પ્રવેશ કરે છે તેમ જીવ-અજીવ બન્ને એક કર્તાકર્મનો સ્વાંગ કરી પ્રવેશ કરે છે એમ અહીં ટીકાકારે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
અલંકાર કર્યો છે. આ સમયસાર નાટક છે ને? જીવ-અજીવ છે તો બન્નેય ભિન્ન-ભિન્ન, પરંતુ બન્નેય જાણે એક હોય તેમ કર્તાકર્મનો સ્વાંગ રચીને પ્રવેશ કરે છે.
કર્તાકર્મનો સ્વાંગ એટલે હું આત્મા કર્તા અને આ રાગાદિ ભાવ તે મારું કર્મ-એમ સ્વાંગ રચીને પ્રવેશ કરે છે. આ સ્વાંગ જૂઠો છે કેમકે આત્મા ચૈતન્યપ્રકાશનો પુંજ, એકલા જ્ઞાનનો રસકંદ પ્રભુ તે દયા, દાન આદિ વિકારી પરિણામને કેમ કરે? એ તો સર્વને જાણેબંધને જાણે, ઉદયને જાણે, નિર્જરાને જાણે અને મોક્ષને જાણે-એવો જ્ઞાનસ્વરૂપી ભગવાન છે. (જીઓ સમયસાર ગાથા ૩૨૦) તથાપિ હું કર્તા અને રાગાદિ અચેતન વિકાર તે મારું કર્મ એમ અજ્ઞાનીને ભાસે છે. અહાહા! હું અખંડ એક જ્ઞાયકસ્વભાવી આત્મા છું-એવો જે વિકલ્પ ઊઠે તેનો કર્તા અજ્ઞાની થાય છે, જ્ઞાની નહિ. શુભાશુભ બન્નેય ભાવનો અજ્ઞાની કર્તા થાય છે, જ્ઞાની નહિ.
હવે પ્રથમ, તે સ્વાંગને જ્ઞાન યથાર્થ જાણી લે છે તેથી તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે : તે સ્વાંગને જ્ઞાન યથાર્થ જાણી લે છે એટલે જે સમયે અવસ્થામાં રાગ છે તે સમયે જ્ઞાનની પર્યાય સ્વને સ્વપણે અને રાગને ૫૨૫ણે જાણવારૂપે જ પ્રગટ થાય છે. અહાહા....! રાગનો કર્તા તો જીવ નથી, પણ રાગ છે માટે રાગસંબંધી જ્ઞાન થયું છે એમ પણ નથી. રાગનું જ્ઞાન એ તો કથનમાત્ર છે. જ્ઞાનનું જ્ઞાન છે અને તે જ્ઞાન આત્માનું કર્મ છે, રાગ આત્માનું કર્મ નથી અને જ્ઞાન રાગનું કર્મ નથી. અહાહા! આમ સ્વાંગને યથાર્થ જાણનારું જ્ઞાન તે જ્ઞાનના મહિમાનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
કળશ ૪૬ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન
આ કર્તાકર્મ અધિકારનો પહેલો કળશ છે. શું કહે છે એમાં? કે-‘ ફ્F, આ લોકમાં ‘અહમ્ વિદ્' હું ચૈતન્યસ્વરૂપ આત્મા તો ‘y: ર્તા’ એક કર્તા છું અને ‘અમી જોષાય: આ ક્રોધાદિ ભાવો ‘મે ર્મ' મારાં કર્મ છે ‘કૃતિ અજ્ઞાનાત્ Íર્મ પ્રવૃત્તિમ્' એવી અજ્ઞાનીઓની જે કર્તાકર્મની પ્રવૃત્તિ છે તેને : શું કહ્યું ? અજ્ઞાની એમ માને છે કે હું કર્તા અને આ ક્રોધાદિ મારાં કર્મ છે. ક્રોધાદિ કહ્યાં એમાં પ્રથમ ક્રોધ કેમ લીધો? કારણ કે મુનિરાજ છે તે ( ક્રોધના અભાવપૂર્વક ) ઉત્તમક્ષમાના ભંડાર છે. અહાહા...! મુનિરાજ તો ચૈતન્યસ્વભાવમય ભગવાન આત્માની રુચિ અને રમણતાના સ્વામી છે. ભાઈ! આત્મા શુદ્ધ ચિદાનંદમય અખંડ એકરૂપ વસ્તુ છે. તેનો જેને પ્રેમ નથી, રુચિ નથી તેને પોતાના આત્મા પ્રતિ ક્રોધ છે. દ્વેષ અરોચક ભાવ. સ્વભાવની અરુચિ-અણગમો તે અનંતાનુબંધી ક્રોધ છે. પુણ્ય-પાપના ભાવો અને દેવ-શાસ્ત્ર-ગુરુ ઇત્યાદિ ૫૨ પદાર્થોની રુચિ અને સ્વસ્વરૂપની અરુચિ તે આત્મા પ્રત્યેનો દ્વેષ છે અને તે અનંતાનુબંધી ક્રોધ છે. તેવી રીતે પુણ્ય-પાપ આદિ ૫૨ પદાર્થોમાં અહંબુદ્ધિ થવી એ અનંતાનુબંધી
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
"
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૬૯-૭૦ ] માન છે; પુણ્ય-પાપ આદિ પર પદાર્થોના પ્રેમની આડમાં ચૈતન્યસ્વભાવમય નિજ આત્માનો ઈન્કાર કરવો તે અનંતાનુબંધી માયા છે તથા સ્વભાવને ભૂલીને પુણ્ય-પાપ આદિ પર પદાર્થોની અભિલાષા-વાંછા કરવી તે અનંતાનુબંધી લોભ છે.
અહાહા.....! નિર્મળાનંદનો નાથ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યનો દરિયો છે. તેને દષ્ટિમાં ન લેતાં હું એક કર્તા છું અને અંદર જે પુણ્ય-પાપના ક્રોધાદિ વિકાર થાય છે તે મારું એકનું (એક સ્વભાવી આત્માનું) કર્તવ્ય છે એવી જે માન્યતા છે તે અજ્ઞાન છે, મિથ્યાદર્શન
છે.
અહીં કહે છે કે આ લોકમાં અનાદિથી અજ્ઞાનીઓને આ અજ્ઞાનમય કર્તાકર્મપ્રવૃત્તિ છે. દયા, દાન, વ્રત, તપ, આદિ શુભ પરિણામ અને હિંસાદિ અશુભ પરિણામ-એમ શુભાશુભ પરિણામોનો હું કર્તા છું અને તે મારા કાર્ય છે, કર્તવ્ય છે–એવી અજ્ઞાનીઓની કર્તાકર્મની પ્રવૃત્તિ છે.
આ જે અજ્ઞાનમય કર્તાકર્મપ્રવૃત્તિ છે તેને “મિત: સમય' બધી તરફથી શમાવતી (મટાડતી) જ્ઞાનજ્યોતિ: ' જ્ઞાનજ્યોતિ ‘રતિ' સ્કુરાયમાન થાય છે.
અહાહા....! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિ પર પદાર્થોની અવસ્થા તો મારાં કાર્ય નથી પણ અંદર જે પુણ્ય-પાપના શુભાશુભ ભાવો થાય છે તે પણ મારાં કાર્યકર્તવ્ય નથી. એમ સર્વ પરભાવોથી ભિન્ન પડી જ્યાં નિર્દોષ, પવિત્ર ચૈતન્ય-સ્વભાવમાં એકાગ્ર થયો
ત્યાં કર્તા-કર્મની પ્રવૃત્તિને મટાડતી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. જે ભાવે સર્વાર્થસિદ્ધનો ભવ મળે કે જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે ભાવ મારું-આત્માનું કાર્ય નથી. ભાઈ ! સ્વભાવની દષ્ટિમાં સર્વ શુભાશુભ વિકલ્પોનું સ્વામિત્વ સહજ છૂટી જાય છે. અહાહા..! ઇન્દ્ર-અહમિંદ્રાદિ પદ કે ચક્રવર્તીપદ ઇત્યાદિ બધું ધૂળ છે, પરમાણુનું કાર્ય છે, આત્માનું નહિ. આમ બધી તરફથી કર્તા-કર્મની પ્રવૃત્તિને મટાડતી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે.
હવે કહે છે-કેવી છે તે જ્ઞાનજ્યોતિ? “પરમ–૩૯ત્તમ્' પરમ ઉદાત્ત છે અર્થાત્ કોઈને આધીન નથી. અહાહા...! સહજ જ્ઞાન અને આનંદની લક્ષ્મીવાળો મારો અપરિમિત-બેહદ જ્ઞાનાનંદસ્વભાવ છે તે પરમ ઉદાત્ત છે, સ્વાધીન છે. આમ જ્ઞાની જ્ઞાનમાં પોતાને જાણતો કર્તા-કર્મની પ્રવૃત્તિને મટાડી દે છે. જ્ઞાનાનંદસ્વભાવી આત્માનું જેને ભાન નથી એવો અજ્ઞાની કર્મને આધીન થઈને-વિકારી ભાવને પોતાનો માનીને રાગનો વિકારનો કર્તા થાય છે. સ્વાધીનપણે વિકારનો નાશક મારો સ્વભાવ છે એનું એને ભાન નથી. અહીં કહે છે કે પરમ ઉદાત્ત જે આત્મા જ્ઞાનાનંદસ્વભાવમય વસ્તુ-તેને લક્ષ કરીને, તેની સન્મુખ ઝુકીને વા તેમાં ઢળીને જે સ્વાધીન જ્ઞાનપરિણતિ પ્રગટ થઈ તે પરમ ઉદાત્ત છે, સ્વાધીન છે, પરાધીન નથી. પરની કે રાગની તેને અપેક્ષા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૮ ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૪ આ બધું કરવું, કરવું, કરવું, –એવો જે ભાવ છે તે રાગ છે, અને રાગ મારો એ માન્યતા મિથ્યા દર્શન છે. આ મિથ્યાદર્શનયુક્ત જે કર્તાકર્મની પ્રવૃત્તિ છે તેને જ્ઞાનજ્યોતિ મટાડે છે. કેવી છે તે જ્ઞાનજ્યોતિ? તો કહે છે-ત્રિકાળી જ્ઞાનાનંદરૂપ સ્વરૂપલક્ષ્મી તે આત્મસ્વભાવ છે અને તે પરમ ઉદાત્ત છે. આવા દ્રવ્યસ્વભાવમાં અભેદ થઈ, અર્થાત્ એમાં ઢળીને એકાગ્ર થઈ જે નિર્મળ જ્ઞાનપરિણતિ પ્રગટ થઈ તે એમ જાણે છે કે હું પરમ ઉદાત્ત છું, પૂર્ણાનંદનો નાથ, પરમ ઉત્કૃષ્ટ પદાર્થ છું અહાહા....! જ્ઞાનીને પોતાની વર્તમાન અલ્પજ્ઞ દશામાં હું સર્વજ્ઞસ્વભાવી પરિપૂર્ણ આત્મદ્રવ્ય છું એમ જણાય છે અને એમ તે માને છે.
અરે ! લોકોને આવી વાત સાંભળવા મળે નહિ એટલે બિચારા શું કરે? બહારની પ્રવૃત્તિ અને ક્રિયાકાંડના કર્તુત્વના ફંદમાં ફસાઈ જાય છે. દયા કરો, દાન કરો, તપ કરો ઇત્યાદિ કરો-કરો-કરો એમ કરવાના-કર્તુત્વના ફંદમાં ફસાઈ જાય છે. પરંતુ બાપુ! કરવું એ તો વસ્તુના (આત્માના) સ્વરૂપમાં જ નથી. (કેમકે આત્મા તો સર્વજ્ઞસ્વભાવી છે ). અહાહા....! જેમાં બેહુદ જ્ઞાનસ્વભાવ તિરછો (તિર્યક, સર્વ પ્રદેશ) ભર્યો પડ્યો છે, એવો આનંદ, એવી શ્રદ્ધા, એવી કર્તા-કર્મ-કરણ ઇત્યાદિ અનંત અપરિમિત્ત શક્તિઓનો જે ભંડાર છે તે પરમાનંદનો નાથ પ્રભુ આત્મા છે. આવા આત્માને અંતર્મુખ થઈ અંદરથી પકડતાંગ્રહતાં જે જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ એમાં જ્ઞાનીએ જાણ્યું કે હું પરમ ઉદાત્ત છું, ઉદાર છું, સ્વાધીન છું, કોઈને આધીન નથી. અહાહા...! વસ્તુ (આત્મા) સ્વાધીન અને તેને ગ્રહનારીજાણનારી જ્ઞાનજ્યોતિ પણ (પરની અપેક્ષા રહિત ) સ્વાધીન!
આવું વસ્તુસ્વરૂપ ભૂલીને રાગાદિ ક્રિયાનો જ્યાં સુધી કર્તા થાય ત્યાં સુધી જીવ અજ્ઞાની છે, મિથ્યાષ્ટિ છે. અજ્ઞાનભાવે તે વિકારનો-દોષનો કર્તા છે. વિકારનો કર્તા કોઈ જડ કર્મ છે એમ નથી. પરંતુ વસ્તુસ્વરૂપના અભાનમાં અજ્ઞાની જીવ વિકારનો કર્તા છે. આ બધી અજ્ઞાનમય કર્તાકર્મની પ્રવૃત્તિને બધી તરફથી શમાવતી જે જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ તે પરમ ઉદાત્ત છે, સ્વાધીન છે એની વાત થઈ.
વળી કેવી છે તે જ્ઞાનજ્યોતિ? તો કહે છે-“અત્યન્ત વીર' અત્યંત ધીર છે અર્થાત્ કોઈ પ્રકારે આકુળતારૂપ નથી. અજ્ઞાનીઓ પરનાં કાર્યો કરવામાં અને પરનું પરિણમન બદલવાના વિકલ્પોમાં ઘણી બધી આકુળતા કરે છે. કુટુંબનું આ કરું અને સમાજનું આ કરું એમ કુટુંબનાં, સમાજનાં, દેશનાં કાર્યો કરવાના વિકલ્પોથી તેઓ ખૂબ આકુળ-વ્યાકુળ થતા હોય છે. પરંતુ ભાઈ ! એક રજકણ પણ બદલવાનું તારું-આત્માનું સામર્થ્ય નથી. તારો તો શ-સ્વભાવ છે અને તેના આશ્રયે ઉત્પન્ન થયેલી જ્ઞાનજ્યોતિ વીર છે, અનાકુળસ્વરૂપ છે, અત્યંત આનંદરૂપ છે. ચૈતન્યમય જ્ઞાનજ્યોતિ સાથે અતીન્દ્રિય આનંદ પણ ભેગો જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૬૯-૭૦ ]
[ ૯ અહાહા...! આ જ્ઞાનજ્યોતિ અત્યંત ધીર છે. ગમે તેવા પ્રતિકૂળ સંજોગો હોય તોપણ એમાં મુંઝવણ નથી, આકુળતા નથી. જ્ઞાનજ્યોતિ પ્રગટ થતાં ધર્મી જીવ એમ જાણે છે કે હું પરનું કાંઈ (પરિણમન) કરી શકું નહિ તથા પર મારું કાંઈ (પરિણમન) કરી શકે નહિ. પ્રત્યેક પરિણમનને જાણવાનો મારો સ્વભાવ છે, બદલવાનો નહિ. આવી જ્ઞાનજ્યોતિ પ્રગટ થતાં અજ્ઞાનભાવે જે કર્તાકર્મની પ્રવૃત્તિ થતી હતી તે સહેજ દૂર થઈ જાય છે, અને નિરાકુળ આનંદ પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન- શાસ્ત્રોમાં એમ આવે છે કે જેટલું રાગનું પરિણમન થાય તેટલા પરિણમનનો હું કર્તા છું એમ જ્ઞાની જાણે છે. તો આ કેવી રીતે છે?
ઉત્તરઃ- ભાઈ ! એ જ્ઞાનપ્રધાન કથન છે. સમ્યજ્ઞાન થયા પછી ધર્મી જાણે છે કે જેટલું રાગનું પરિણમન છે એ મારા પોતાના (પર્યાયરૂપ ) અસ્તિત્વમાં છે અને તે માટે લઈને છે, એમાં પરની સાથે શું સંબંધ છે? આમ તે જ્ઞાનમાં જાણે છે. પરંતુ દષ્ટિના વિષયની અપેક્ષાએ રાગનું કર્તૃત્વ ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ દ્રવ્યમાં છે જ નહિ. ત્રિકાળી દ્રવ્યસ્વભાવમાં રાગ કે રાગનું કર્તાપણું છે જ નહિ. આવા ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યને જાણનારી જ્ઞાનની પર્યાય, પર્યાયમાં અંશે રાગાદિ છે એને પણ જાણે છે, અને તે પોતાનું કાર્ય છે, પરિણમન છે અને પોતે એનો કર્તા છે એમ વ્યવહાર જાણે છે.
ભાઈ ! નિશ્ચયથી વિકારનું કર્તા-કર્મપણું જ્ઞાનીને નથી; તથાપિ પર્યાય અપેક્ષાએ વ્યવહારથી તે વર્તમાન વિકારનો કર્તા-ભોક્તા છે. જ્યાં જે અપેક્ષાથી કથન હોય તે અપેક્ષા લક્ષમાં લઈ તેનો ભાવ બરાબર સમજવો જોઈએ.
વિકાર થવામાં પરદ્રવ્યની સાથે શું સંબંધ છે? પરદ્રવ્ય તો પોતાથી તદ્દન ભિન્ન છે. પર્યાયમાં જે વિકાર થયો તે પોતાનો જ અપરાધ છે. તથાપિ તે કરવા લાયક છે એવી બુદ્ધિ જ્ઞાનીને છૂટી ગઈ છે. પર્યાયમાં પરિણમન છે એ અપેક્ષાએ ત્યાં વ્યવહારથી કર્તા કહેવામાં આવે છે, પણ સ્વભાવ દષ્ટિએ એનું સ્વામિત્વ જ્ઞાનીને નથી. (એ અપેક્ષાએ જ્ઞાની રાગનો અકર્તા છે.)
આત્મામાં વિકારને-રાગને ન કરે એવો અકર્તા નામનો ગુણ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના રાગને ન કરે એવી આત્મામાં અકર્તુત્વ નામની શક્તિ છે. જ્ઞાનમાં જ્યાં જ્ઞાયકભાવને પકડયો ત્યાં શુભાશુભ વિકારભાવોનું કર્તાપણું મટી જાય છે; આ અકર્તૃત્વ શક્તિનું નિર્મળ પરિણમન છે. આ પ્રમાણે જ્ઞાયકના લક્ષે ઉત્પન્ન થયેલી જ્ઞાનજ્યોતિ અજ્ઞાનરૂપ કર્તા-કર્મની પ્રવૃત્તિને બધી તરફથી મટાડી દે તેવી વીર છે, અનાકુળ છે. ભાઈ ! આવી જૈનધર્મની સૂક્ષ્મ વાત દિગંબર ધર્મ સિવાય બીજે કયાંય નથી, અને આ જ વાત સત્ય છે. લોકોએ બહારથી કચ્યો છે એવો જૈનધર્મ છે જ નહિ. અહીં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ કહે છે કે અંદર જ્યાં જ્ઞાનસ્વભાવી શુદ્ધ આત્માને ગ્રહ્યો ત્યાં જ્ઞાની-ધર્મી એમ જાણે છે કે હું અત્યંત ધીર છું, અનાકુળ આનંદરૂપ છું. આ જૈનધર્મ છે.
વળી તે (જ્ઞાનજ્યોતિ) નિરુપ–પૃથ દ્રવ્ય-નિર્માસિ' પરની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી વિશ્વ સાક્ષાત્ ર્વત્' સમસ્ત લોકાલોકને સાક્ષાત્ કરે છે–પ્રત્યક્ષ જાણે છે. શું કહ્યું? કે જ્ઞાતાસ્વભાવના આશ્રયે જે જ્ઞાનપર્યાય પ્રગટી તેનો સ્વભાવ જુદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો છે. જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ છે. એટલે જેટલાં (અનંત) દ્રવ્યગુણ-પર્યાય છે તે સર્વને ભિન્નભિન્નપણે જાણે એવો એનો સ્વભાવ છે. કેવળજ્ઞાનની પર્યાયમાં કે શ્રુતજ્ઞાનની પર્યાયમાં પરની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને-દ્રવ્ય-ગુણ-પર્યાય-બધાંને પ્રકાશવાનો સ્વભાવ છે. અહીં કહે છે કે અપરિમિત સ્વભાવથી ભરેલી શુદ્ધ ચૈતન્યપ્રકાશમય વસ્તુ જે આત્મા–એમાં ઢળતાં જ્ઞાનમાં એવું સામર્થ્ય પ્રગટ થયું કે તે દ્રવ્યને-સ્વને જાણે અને લોકાલોકને પણ જાણે. જ્ઞાનની પર્યાયનો આવો સ્વપરપ્રકાશક સ્વભાવ પોતાથી છે. અહો ! કરે નહિ કોઈનું (પરિણમન) અને જાણે સૌને-લોકાલોકને એવો જ્ઞાનસ્વભાવી આત્મા છે.
* કળશ ૪૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * ‘આવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે, પરદ્રવ્ય તથા પરભાવોના કર્તાપણારૂપ અજ્ઞાનને દૂર કરીને, પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે.” જાઓ, શરીર, મન, વાણી, કુટુંબ, દેશ ઇત્યાદિનું હું કરે એ કર્તાપણાનું અજ્ઞાન છે. દેહને આમ સદ્ઉપયોગમાં વાળું, લક્ષ્મીનો સદુપયોગ કરે, દેશને સુધારી દઉં, દાનાદિ વડે પુણ્ય ઉપજાવું ઇત્યાદિ પ્રવૃત્તિ એ કર્તાપણાનું અજ્ઞાન છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા આવા અજ્ઞાનને દૂર કરીને પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. પોતે એટલે પરની અપેક્ષા વિના, રાગની મંદતાની અપેક્ષા વિના, વ્યવહારની અપેક્ષા વિના, ભેદના લક્ષ વિના અભેદ એક નિર્મળ જ્ઞાનસ્વભાવના લક્ષે જ્ઞાનજ્યોતિ પ્રગટ પ્રકાશમાન થાય છે. આ કળશનો ભાવાર્થ છે.
હવે, જ્યાં સુધી આ જીવ આમ્રવના અને આત્માના વિશેષને (તફાવતને) જાણે નહિ ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો, આસ્રવોમાં પોતે લીન થતો, કર્મોનો બંધ કરે છે એમ ગાથામાં કહે છે:
* સમયસાર : ગાથા ૬૯-૭૦ * અહા! કુંદકુંદાચાર્યદેવ ગાથાઓમાં કહે છે કે સર્વદર્શી-સર્વજ્ઞ ભગવાન આમ કહે છે. પ્રશ્ન:- જો ભગવાન કહે છે તો ભગવાન વાણીના કર્તા છે કે નહિ?
ઉત્તરઃ- પરમાર્થે ભગવાન વાણીના કર્તા નથી. વાણી તો જડ છે. એનો કર્તા આત્મા નથી. ભગવાન આમ કહે છે એમ જે અહીં કહ્યું છે એ તો વ્યવહાર નયનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૬૯-૭૦ ]
[ ૧૧
ક્શન છે. ભાઈ! વાણી તો સ્વયં વાણીના કારણે નીકળે છે, આત્માના કારણે નહિ. ઉપદેશ વખતે જ્ઞાની એમ જાણે છે કે આ વાણી અમારી-આત્માની નથી. વાણી જડની છે.
વાણીમાં સ્વપરને કહેવાનું સામર્થ્ય છે અને ભગવાન આત્મામાં સ્વપરને જાણવાનું સામર્થ્ય છે. વાણીમાં જે સ્વપરને કહેવાનું સામર્થ્ય છે તે આત્માથી થયું એમ નથી.
જ્ઞાની ધર્માત્મા અજ્ઞાનીને વ્યવહાર દ્વારા સમજાવે છે. ત્યાં અજ્ઞાની વ્યવહારને જ ચોંટી પડે છે. તે કહે છે-તમે અમને સમજાવો છો, તો સમજાવાથી અમે સમજીએ એમ માનીને સમજાવો છો કે નહિ? તમે ઉપદેશ કરો છો, તો અમને જ્ઞાન થાય એ માટે કરો છો કે ખાલી એમ ને એમ કરો છો ? જો ઉપદેશથી-નિમિત્તથી કાંઈ ન થાય તો તમે મૌન રહોને? સૌ પોતપોતાની મેળે સમજી જશે.
સમાધાનઃ- ભાઈ! કોઈ કોઈને સમજાવી દે એ વસ્તુનું સ્વરૂપ જ નથી, એ તો વ્યવહારની કથન શૈલી છે. ઉપદેશ તો સૌ સાંભળે છે પણ જે સ્વયં વિકલ્પરહિત થઈ અંતર્મુખ થવાનો ઉદ્યમ કરે છે તે સમજે છે, અન્ય નહિ. ઉપદેશ સાંભળીને પણ જે સમજે છે તે પોતે પોતાથી પોતાના કારણે સમજે છે અને બીજો મૌન હોય તે વેળા જે સમજે છે તે પણ પોતે પોતાથી સમજે છે. દરેક વખતે સમજ તો અંદરથી આવે છે, બાહ્ય ઉપદેશથી કે મૌનથી નહિ.
પ્રશ્ન:- તો ધવલમાં એમ આવે છે કે-જ્ઞાન કર્તા અને વાણી કર્મ-એનો શું આશય છે ?
ઉત્ત૨:- ભાઈ! એ તો નિમિત્તનું થન છે. નિમિત્ત કર્તા તરીકે કહેવાય, પણ એનો અર્થ એ છે કે તે કર્તા છે જ નહિ. બાપુ! આત્મહિત કરવું હોય તો વાદવિવાદ છોડીને ( સ્યાદ્વાદ શૈલી વડે) સમજે તો સમજાય એવું છે. ‘ભગવાન આમ કહે છે' એ તો વ્યવહારથી કહેવામાં આવ્યું છે, ભગવાન વાણીના કર્તા યથાર્થમાં છે જ નહિ.
'
* ગાથા ૬૯-૭૦ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
જેમ આ આત્મા, જેમને તાદાત્મ્યસિદ્ધ સંબંધ છે એવા આત્મા અને જ્ઞાનમાં વિશેષ (તફાવત, જુદાં લક્ષણો ) નહિ હોવાથી તેમનો ભેદ (જુદાપણું ) નહિ દેખતો થકો, નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે.’
પાઠમાં ( ગાથામાં ) પ્રથમ બીજી વાત છે. અહીં ટીકાકાર પ્રથમ સવળેથી શરૂ કરે છે. કહે છે-ભગવાન આત્મા અને જ્ઞાન એ બેમાં જુદાઈ નથી. જ્ઞાન અને આત્મા બન્ને તાદાત્મ્યપણે એકરૂપ છે. જ્ઞાનસ્વભાવ અને આત્મા એક જ વસ્તુ છે, બન્નેમાં તફાવત નથી. તેમનાં લક્ષણો જુદાં નથી. ધર્મી જીવ, સમ્યગ્દષ્ટિ જીવ તેમને જુદાં નહિ દેખતો થકો નિઃશંકપણે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે, એટલે કે આત્મામાં પોતાપણે વર્તે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ જડનાં કામ આત્મા કરે એ માન્યતા મૂઢ મિથ્યાદષ્ટિની છે. જડનાં કાર્યો જડથી થાય, આત્માથી ત્રણકાળમાં નહિ–આ વસ્તુસ્થિતિ છે. વિશ્વમાં અનંત પદાર્થો અનંતપણે એકબીજાથી પૃથકપણે રહેલા છે તે એકબીજાનું કાર્ય કરે તો અનંતતા રહે નહિ, પૃથકતા રહે નહિ. અનંત આત્મા, અનંત પુગલો આદિ વિશ્વમાં અનંત દ્રવ્યો છે. તે સૌ પોતપોતાથી છે. દ્રવ્ય-ગુણ તો પોતાથી છે પણ તે તે દ્રવ્યોની પર્યાયો પણ પોતાથી છે. ત્યારે જ તે અનંતપણે રહે છે. આત્મા અજ્ઞાનપણે રાગને કરે અને જ્ઞાનપણે જાણવાની ક્રિયા કરે. શરીર, વાણી, પૈસા ઇત્યાદિ જડની ક્રિયા આત્મા કદીય ન કરે-ન કરી શકે. અહીં કહે છે કે જ્ઞાન અને આત્માને જુદાં નહિ દેખતો જ્ઞાની નિઃશંકપણે જ્ઞાનમાં વર્તે છે. જ્ઞાન અને આત્મા એક છે, માટે જ્ઞાનમાં વર્તે છે તે આત્મામાં વર્તે છે. જાણવું, જાણવું, જાણવું એવો જે જ્ઞાનસ્વભાવ અને આત્મા બન્ને એક અભેદ છે. તેથી રાગનું લક્ષ છોડી દઈ જે જ્ઞાનમાં વર્તે છે તે આત્મામાં વર્તે છે, પોતામાં વર્તે છે.
અને ત્યાં જ્ઞાનમાં પોતાપણે વર્તતો તે, જ્ઞાનક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી માટે, જાણે છે-જાણવારૂપ પરિણમે છે. જ્ઞાન જ્ઞાનમાં-ત્રિકાળી આત્મામાં એકાગ્ર થયું તે જ્ઞાનની ક્રિયા છે. જ્ઞાન તે હું એમ જે જ્ઞાનનું પરિણમન થયું તે જ્ઞાનની ક્રિયા નિષેધવામાં આવી નથી. પર્યાય સ્વદ્રવ્ય તરફ ઢળતાં જે જ્ઞાનની ક્રિયા થઈ તે ધર્મ-ક્રિયા છે અને તે નિષેધી નથી. પરંતુ પરલક્ષે જે રાગની ક્રિયા થઈ તે નિષેધી છે.
ત્રણ પ્રકારની ક્રિયા : ૧. શરીર, મન, વાણી, ધનાદિ જે જડ પદ્રવ્ય છે તેની ક્રિયા તે જડની ક્રિયા. ૨. પર-દ્રવ્યના લક્ષે ઉત્પન્ન રાગની ક્રિયા તે વિભાવરૂપ ક્રિયા. ૩. સ્વરૂપના લક્ષે ઉત્પન્ન જ્ઞાનની ક્રિયા તે સ્વભાવભૂત ક્રિયા.
જડની ક્રિયા તો આત્મા ત્રણ કાળમાં કરતો નથી, કરી શક્તો નથી. અને જ્ઞાન તે આત્મા–એમ જ્ઞાનમાં પોતાપણે નિઃશંકપણે વર્તતો તે રાગની ક્રિયાને પણ કરતો નથી. જ્ઞાન તે આત્મા-એમ સ્વભાવસમ્મુખ થઈ સ્વાનુભવ કરતાં તે જ્ઞાનક્રિયા કરે છે. આમાં દ્રવ્ય-ગુણપર્યાય ત્રણે સિદ્ધ થઈ ગયાં. આ જાણવું, જાણવું, જાણવું-એવો જેનો સ્વભાવ છે તે દ્રવ્ય આત્મા, જાણવું જે સ્વભાવ તે ગુણ. ગુણ અને ગુણી બે એક અભિન્ન છે-એમ જે સ્વલક્ષે પરિણમન થયું તે જ્ઞાનક્રિયા-પર્યાય. આ જ્ઞાનક્રિયા તે ધર્મ છે, મોક્ષમાર્ગ છે.
જ્ઞાન તે આત્મા–એમ સ્વ તરફ ઢળતાં જે સ્વાભપ્રતીતિ થઈ તે શ્રદ્ધાન, સ્વાત્મજ્ઞાન થયું તે જ્ઞાન અને સ્વાત્મસ્થિરતા થઈ તે ચારિત્ર. આ શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રની એકરૂપ પરિણતિ તે મોક્ષમાર્ગ છે. અહો ! આ કર્તા-કર્મ અધિકારમાં આચાર્યોએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૬૯-૭૦ ]
[ ૧૩ અદ્દભુત વાતો કરી છે! આવો અધિકાર બીજે કયાંય છે જ નહિ. આ સમયસાર તો બેજોડબેનમૂન ગ્રંથ છે.
પ્રશ્ન:- રાગનો કર્તા આત્મા નથી તો રાગનો કર્તા કોણ છે? કોઈ ઈશ્વર છે કે પુગલ કર્મ?
ઉત્તર:- રાગનો કર્તા કોઈ ઇશ્વરેય નથી કે પરદ્રવ્ય પણ નથી. રાગ પોતાની પર્યાયમાં પોતાના કારણે થાય છે ત્યારે એમાં પુદ્ગલકર્મ નિમિત્ત છે, બસ.
અહીં કહે છે કે આત્માનો સ્વભાવ જે શુદ્ધ ચૈતન્ય તે તરફ ઢળતાં જ્ઞાનની જે ક્રિયા થઈ એ નિર્મળ પરિણતિ છે. એ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની દશા છે અને તે સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી. અહાહા ! દષ્ટિ અંતર્મુખ ઢળતા જ્ઞાનમાં એકાગ્રતાની જે ક્રિયા થઈ તે સ્વભાવભૂત છે. એટલે જેવો સ્વભાવ છે તે જાતની જ ક્રિયા થઈ છે. તેથી તે નિષેધી શકાતી નથી.
કેટલાક કહે છે કે “ક્રિયાનો લોપ કર્યો, ક્રિયાનો લોપ કર્યો તેને અહીં કહે છે કેભાઈ ! આ જ્ઞાનક્રિયાનો લોપ નથી, આ જ્ઞાનક્રિયા તો ધર્મીને હોય છે કેમકે તે સ્વભાવભૂત છે. આત્મા અને જ્ઞાનમાં વિશેષતા (તફાવત) નથી-એમ બન્નેમાં જુદાપણું નહિ દેખતો થકો ધર્મી નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. જ્ઞાનક્રિયા જે થઈ તે સ્વભાવભૂત છે તેથી નિષેધી શકાતી નથી.
ગાથા ૧૭-૧૮ની ટીકામાં આવે છે કે-“સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી નિઃશંક ઠરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે.” “આ અનુભૂતિ છે તે જ હું છું-અહાહા.....! જ્ઞાનમાં જે અનુભૂતિસ્વરૂપ ત્રિકાળી ભગવાન જણાયો તે જ હું છું એમ જ્ઞાનક્રિયાની સાથે જ શ્રદ્ધાનનો ઉદય થાય છે અને ત્યારે દયા, દાન, વ્રત, આદિ સમસ્ત પરભાવોનો ભેદ થવાથી સ્વભાવમાં ઠરવાને તે સમર્થ થાય છે. આ પ્રમાણે સ્વરૂપમાં નિઃશંક ઠરવાને લીધે તે આત્માનું અનુષ્ઠાન-આત્માની રમણતાને પ્રાપ્ત થાય છે. આ આત્માની સિદ્ધિની રીત છે, આ જ મોક્ષમાર્ગ છે અને તે સ્વભાવભૂત છે.
વળી ત્યાં જ (ગાથા ૧૭-૧૮ની ટીકામાં) આગળ કહ્યું છે કે આબાળગોપાળ સૌને જ્ઞાનની પર્યાયમાં જાણનારો-જાણકસ્વભાવી અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા સદા જણાય છે, કેમકે જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે તેથી તે સ્વને જાણે છે. પરંતુ એના ( જ્ઞાયકસ્વભાવી આત્માના) ઉપર અજ્ઞાની જીવની દષ્ટિ નથી. તેથી હું રાગને અને પરને જ જાણું છું એમ અજ્ઞાની માને છે.
એકલું જ્ઞાનનું દળ એવો આત્મા જ સૌને સદાકાળ જણાય છે. છતાં રાગને વશ થયેલો અજ્ઞાની “આ અનુભૂતિ છે તે હું છું –એમ જ્ઞાયક પ્રતિ નજર કરતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ તેથી તેને આત્મા તિરોભૂત થાય છે, અને પોતાને પર અને રાગ જણાય છે એમ તે માને છે. અજ્ઞાનીને સ્વ ઉપર દષ્ટિ નથી કેમકે તે પર્યાયમાં જ ઊભો છે.
અહીં કહે છે કે-જ્ઞાનીને, વસ્તુનો ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસ્વભાવ એના પ્રતિ ઢળતાં જે નિર્મળ જ્ઞાનપરિણતિ થઈ તે સ્વાભાવિક ક્રિયા છે, અને તેનો નિષેધ નથી માટે તે જાણે છેજાણવારૂપ પરિણમે છે અને તે ધર્મ છે. વસ્તુસ્વભાવ તે ધર્મ એમ કહ્યું છે ને? વસ્તુનો ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વભાવ તે ધર્મી છે અને તેમાં ઢળેલી ધર્મીની જે નિર્મળ જ્ઞાનપરિણતિ તે ધર્મ છે, તે મોક્ષમાર્ગ છે. જ્ઞાનનું જ્ઞાનપણે પરિણમવું તે એનું કર્મ એટલે કાર્ય છે.
પ્રશ્ન:- “જ્ઞાનક્રિયાખ્યાન મોક્ષ:'_અમે કહ્યું છે ને ?
ઉત્તર:- હા, ભાઈ ! તે બરાબર છે, પણ કયું જ્ઞાન અને કયી ક્રિયા? શું શાસ્ત્રનું પરલક્ષી જ્ઞાન તે જ્ઞાન છે? શું વ્રતાદિ મંદ રાગનું આચરણ તે ક્રિયા નામ ચારિત્ર છે? ના, હો; ભાઈ ! એમ નથી. આત્મજ્ઞાન વિના અગિયાર અંગ અને નવપૂર્વના જ્ઞાનની લબ્ધિ પ્રગટી; પણ તે જ્ઞાન નથી. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં (સ્વસંવેદનપૂર્વક) આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તે હું એમ જે જણાયો તે જ્ઞાન છે, આત્મજ્ઞાન છે. તથા એ ધ્રુવ જ્ઞાયકમાં એકાગ્રતા-રમણતા થઈ તે ક્રિયા એટલે ચારિત્ર છે. આ જ્ઞાન અને ક્રિયા તે મોક્ષનો માર્ગ છે. એની પૂર્ણતા તે મોક્ષ છે. આવી વાત જાણે નહિ અને મંડી પડે બાહ્ય વ્રત-તપ આદિ ક્રિયામાં તો તેથી મોક્ષ ન થાય. અજ્ઞાનપૂર્વકનાં આચરણ એ તો બંધમાર્ગ છે, ભાઈ.
પ્રશ્ન:- જ્ઞાનરૂપે તો અજ્ઞાની પણ હંમેશાં પરિણમે છે?
ઉત્તર- ના, એમ નથી. અજ્ઞાની એક સમય પણ જ્ઞાનપણે પરિણમતો નથી. એ તો કહ્યું ને કે જ્ઞાનની પર્યાયમાં ધ્રુવ જ્ઞાનસ્વરૂપી આત્મા જણાય છે, પણ આ ધ્રુવ જ્ઞાન તે હુંએમ તે કયાં જાણે અને માને છે ? એ તો જે રાગ અને પર જણાય છે એ જ મારાં ન્નય છે એમ માને છે. પરંતુ રાગ અને પરથી લક્ષ દૂર કરીને દૃષ્ટિ સ્વ ભણી વાળતાં જ્ઞાનની પર્યાયમાં “આ જ્ઞાયક છે તે હું છું”—એમ જ્ઞાયકને જાણવાપણે અજ્ઞાની પરિણમતો નથી.
હવે કહે છે તેવી રીતે જ્યાં સુધી આ આત્મા, જેમને સંયોગસિદ્ધ સંબંધ છે એવા આત્મા અને ક્રોધાદિ આસ્રવોમાં પણ, પોતાના અજ્ઞાનભાવને લીધે, વિશેષ નહિ જાણતો થકો તેમનો ભેદ દેખતો નથી ત્યાં સુધી નિઃશંક રીતે ક્રોધાદિમાં પોતાપણે વર્તે છે.”
જુઓ, ગાથાનો મૂળ ભાવ હવે શરૂ થાય છે. શું કહે છે? કે ક્રોધ, માન, માયા, લોભ ઇત્યાદિ શુભાશુભ ભાવો અને આત્માને સંયોગસિદ્ધ સંબંધ છે. જેનો સંયોગ થઈને વિયોગ થાય તેને સંયોગસિદ્ધ સંબંધ કહેવાય. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૬૯-૭૦ ]
[ ૧૫ શુભ ભાવો અને હિંસા, જૂઠ આદિ અશુભ ભાવોએ બધા સંયોગી ભાવો છે કેમકે તેમનો વિયોગ થઈ જાય છે. આ ક્રોધાદિ ભાવો સાથે આત્માનો એક સમય પૂરતો જ સંબંધ છે. (એક સમયમાં તેઓ નાશ પામે છે ) અને બીજા સમયે બીજા નવા ઉત્પન્ન થાય છે, તથા આત્માના ભાન અને સ્થિરતા વડે તેઓ અત્યંત મૂળમાંથી જ નાશ પામી જાય છે. કેવલજ્ઞાન થતાં વિકારીભાવો અત્યંત નાશ પામી જાય છે. માટે ક્રોધાદિ ભાવો આત્મા સાથે ઉત્પાદ-વ્યય સંબંધે છે પણ ધ્રુવસંબંધે નથી, એકરૂપ સંબંધ નથી.
દયા, દાન, ઇત્યાદિ શુભ પરિણામ કે પાંચ મહાવ્રતના શુભ પરિણામ કે વ્યવહાર રત્નત્રયના પરિણામ એ બધા સંયોગીભાવ હોવાથી તેમનો આત્મા સાથે સંયોગસિદ્ધ સંબંધ છે. વળી તે બધા ભાવો નિમિત્તના સંગે ઉત્પન્ન થયેલા છે ને? તેથી પણ તે સંયોગી ભાવો છે.
જ્ઞાન અને આત્માને સ્વભાવસિદ્ધ સંબંધ છે, એકરૂપતાનો સંબંધ છે. જ્ઞાન અને આત્મા એક છે. તેથી જ્ઞાનમાં પોતાપણે પ્રવર્તતાં જ્ઞાની આત્માના માર્ગે પ્રવર્તે છે. ત્યાં આત્માનું જ જ્ઞાન, આત્માનું શ્રદ્ધાન અને આત્માની રમણતા-સ્થિરતા થાય છે અને તે ધર્મની ક્રિયા છે.
પ્રશ્ન- જ્ઞાનની પર્યાય પણ બદલાય તો છે? તેનો પણ ઉત્પાદ-વ્યય તો થાય છે?
ઉત્તર:- જ્ઞાનની પર્યાય (કેવળજ્ઞાનની પણ) બદલાય તો છે. તેનો પણ ઉત્પાદ-વ્યય તો થાય છે. પરંતુ જેવો આત્માનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ છે તે જ જાતનો તેમાં ઉત્પાદ-વ્યય થાય છે. બદલાય છે તોપણ જ્ઞાનની પર્યાય ચૈતન્યસ્વભાવમય જ રહે છે. માટે જ્ઞાનની નિર્મળ પર્યાયને આત્મા સાથે સ્વભાવસિદ્ધ સંબંધ છે, તાદાભ્યસંબંધ છે.
અહીં કહે છે કે આત્મા અને ક્રોધાદિ આગ્નવોને સંયોગસિદ્ધ સંબંધ છે છતાં પોતાના અજ્ઞાનભાવને લીધે જ્યાં સુધી તેમનો એટલે સ્વભાવ-અને વિભાવનો વિશેષ જાણતો નથી, ભેદ દેખતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની નિઃશંકપણે વિકારીભાવોમાં-આસ્રવોમાં પોતાપણે વર્તે છે. પુણ્ય-પાપના ભાવ, દયા, દાન, વ્રત આદિના શુભભાવ અને આત્માને સ્વભાવસિદ્ધ સંબંધ નથી પણ સંયોગસિદ્ધ સંબંધ છે. પંચાધ્યાયીમાં આ શુભાશુભ વિકારી ભાવોને “આગંતુક' કહ્યા છે. આગંતુક એટલે (એક સમય પૂરતા) નવા મહેમાન તરીકે આવેલા ભાવ કહ્યા છે. સંયોગીભાવ કહો કે આગંતુક કહો-એક જ અર્થ છે. હવે જ્યાં સુધી પોતાના અજ્ઞાનપણાને લીધે-કર્મને લીધે એમ નહિ પણ પોતાના અજ્ઞાનને લીધે, રાગાદિ વિભાવભાવો અને અખંડ એકરૂપ ચૈતન્યસ્વભાવ-એ બન્નેનો ભેદ અજ્ઞાની જાણતો નથી ત્યાં સુધી તે નિઃશંકપણે વિભાવમાં-વિકારમાં પોતાપણે વર્તે છે. અહાહા ! આત્માનો સ્વભાવ તો શુદ્ધ ચૈતન્યમય અમૃતસ્વરૂપ છે. પણ અજ્ઞાનીને એનો કદી અનુભવ નથી. તેથી જ્ઞાન તે હું એમ ન જાણતાં રાગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ વિકાર તે હું એમ માને છે અને તેથી રાગાદિ વિકારમાં પોતાપણે વર્તે છે. પણ ભાઈ ! રાગ એ તો ઝેર છે બાપુ! ઝેર પીતાં પીતાં અમૃત (આત્મા)નો સ્વાદ ન આવે, રાગ છે એ રોગ છે અને રાગ મારો એવો મિથ્યાત્વભાવ મહાન રોગ છે. કહ્યું છે ને કે “આત્મ-ભ્રાન્તિ સમ રોગ નહિ, સદગુરુ વૈધ સુજાણ.” અનાદિનો એને આત્મબ્રાન્તિનો રોગ લાગુ પડયો છે. તેને મટાડવાની આ વાત ચાલે છે.
આત્મા અંતરમાં સ્વભાવથી ભગવાન સ્વરૂપે બિરાજે છે. તેને ભૂલીને અજ્ઞાની નિઃશંક રીતે ક્રોધાદિ વિભાવોમાં પોતાપણે વર્તે છે. “અને ત્યાં (ક્રોધાદિમાં પોતાપણે) વર્તતો તે, જોકે ક્રોધાદિ ક્રિયા પરભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે તોપણ તે સ્વભાવભૂત હોવાનો તેને અધ્યાસ હોવાથી ક્રોધરૂપ પરિણમે છે, રાગરૂપ પરિણમે છે, મોહરૂપ પરિણમે છે.'
શું કહ્યું? ક્રોધાદિ ક્રિયા પરભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે. વ્યવહાર રત્નત્રયના પરિણામ, દયા, દાન, વ્રતાદિના પરિણામ સંયોગીભાવ હોવાથી પરભાવભૂત છે. તેથી તે વિકારી ક્રિયા નિષેધવામાં આવી છે. છતાં તે રાગની ક્રિયા મારી પોતાની ક્રિયા છે એમ માનવાનો તેને ચિરકાળથી અધ્યાત છે. અહા ! રાગ છે તે મારો સ્વભાવ છે એમ માનવાની અજ્ઞાનીને ટેવ-આદત થઈ ગઈ છે. તેથી જેમ વિષ્ટાના કીડાને ફરી ફરીને વિષ્ટામાં જવાની ટેવ પડી ગઈ હોય છે તેમ અજ્ઞાનીને વારંવાર ક્રોધરૂપે, રાગરૂપે અને મોહરૂપે પરિણમવાની ટેવ પડી ગઈ છે. તે પ્રમાણે તે નિઃશંક ક્રોધરૂપે પરિણમે છે, રાગરૂપે પરિણમે છે, મોહરૂપે પરિણમે છે. આ રીતે તે રાગાદિમાં એકપણે પરિણમતો મિથ્યાત્વના ભાગરૂપે પરિણમે છે.
“હવે અહીં, જે આ આત્મા પોતાના અજ્ઞાન ભાવને લીધે, જ્ઞાનભવનમાત્ર જે સહજ ઉદાસીન ( જ્ઞાતા-દષ્ટા માત્ર) અવસ્થા તેનો ત્યાગ કરીને અજ્ઞાનભવન વ્યાપારરૂપ અર્થાત્ ક્રોધાદિ વ્યાપારરૂપ પ્રવર્તતો પ્રતિભાસે છે તે કર્તા છે.” જ્ઞાનવ્યાપારથી ભિન્ન લક્ષણવાળા પુણ્ય-પાપના જે ક્ષણિક વિકારો પર્યાયમાં થાય છે એ જ જાણે પોતાનો સ્વભાવ હોય એમ અજ્ઞાની માને છે. આમ રાગાદિ વિકારથી એકત્વ માનનારો અજ્ઞાની, જ્ઞાતાદાની સહજ ઉદાસીન અવસ્થાને છોડી દઈને રાગાદિ વિકારનો કર્તા થાય છે. અહાહા...! વસ્તુનો સહજ ચૈતન્યસ્વભાવ તો એવો છે કે એમાંથી જ્ઞાતાદરાની સહજ ઉદાસીન નિર્મળ અવસ્થા જ થાય વિકારની નહિ, કેમકે વસ્તુમાં વિકાર છે જ કયાં? જ્ઞાનભવનમાત્ર એટલે જાણવું, જાણવું, જાણવું-એમ સહજ જાણનરૂપ જ્ઞાતાદરાના પરિણમનની ક્રિયા થવી જોઈએ. પરંતુ અજ્ઞાન વડે તેનો ત્યાગ કરીને અજ્ઞાની ક્રોધાદિ ક્રિયામાં એકત્વપણે પ્રવર્તે છે અને તેથી ક્રોધાદિમાં પ્રવર્તતો તે ક્રોધાદિનો કર્તા છે.
પ્રશ્ન:- જ્ઞાનીને પણ પર્યાયમાં રાગાદિ થાય છે ને?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૬૯-૭૦ ]
[ ૧૭ ઉત્તર- હા, જ્ઞાનીને પર્યાયમાં રાગાદિ થાય છે-થઈ જાય છે. પરંતુ જ્ઞાની તેમાં તન્મયપણે પરિણમતો નથી. હું રાગાદિનો કર્તા છું એમ એને રાગાદિનું સ્વામિત્વ નથી. એ તો પર્યાયમાં થતા રાગાદિને જાણવાપણે જ પરિણમે છે. જુઓ ! મુનિરાજ અમૃતચંદ્રાચાર્યને ટીકાના કાળમાં ટીકા કરવાનો વિકલ્પ ઉત્પન્ન થયો છે, પણ તે વિકલ્પના કર્તાપણે પરિણમ્યા નથી, પણ સહજ જાણવાપરે-જ્ઞાતાપણે પરિણમ્યા છે. અહીં કહે છે કે અજ્ઞાની સહજ ઉદાસીન જાણનક્રિયાનો ત્યાગ કરીને, રાગમાં એક્ત સ્થાપીને રાગાદિ ક્રિયામાં પ્રવર્તે છે અને તેથી તે રાગાદિનો કર્તા છે. તેને જ્ઞાન પ્રતિભાસવાને બદલે એકલા રાગાદિ જ પ્રતિભાસે છે અને તેથી રાગાદિમાં પ્રવર્તતો તે રાગાદિનો ર્તા છે.
“અને જ્ઞાનભવનવ્યાપારરૂપ પ્રવર્તનથી જુદાં, જે ક્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન થતાં પ્રતિભાસે છે એવાં ક્રોધાદિક તે, (તે કર્તાનાં) કર્મ છે.” નિર્મળ જ્ઞાનના પરિણમનથી જુદા-વિરુદ્ધ લક્ષણવાળા જે પોતાથી (હું કરું છું એવા અભિપ્રાયથી) કરાય છે એવા અંતરંગમાં ઉત્પન્ન થતા ક્રોધાદિક ભાવ તે મારા કર્મ છે એમ અજ્ઞાની માને છે. આત્મા કર્તા અને ક્રોધાદિક ભાવ તે મારું કર્મ-આ પ્રમાણે અનાદિકાળની અજ્ઞાનથી થયેલી આ આત્માની કર્તાકર્મની પ્રવૃત્તિ છે. અને આ જ સંસારનું કારણ છે.
આત્મા પરનો અકર્તા છે, કેમકે તે પરથી ભિન્ન છે. બીજાને સુધારવા-બગાડવા એ તો અજ્ઞાનભાવે પણ આત્માનું કર્મ નથી. બાપુ! આ સમયે જ છૂટકો છે હો. જોતા નથી ! ક્ષણવારમાં દેહ છોડીને ચાલ્યા જાય છે. ભાઈ ! આ સમજ્યા વિના તે કયાં જશે? ક્યાં ઉતરશે? સ્વરૂપને સમજ્યા વિના આ કર્તાકર્મની પ્રવૃત્તિ ઊભી જ રહે છે, અને ત્યાં સુધી જન્મ-મરણની પરંપરા ઊભી જ રહે છે. સ્વરૂપ સમયે જ જન્મ-મરણનો અંત આવે તેવો
હવે કહે છે એ રીતે પોતાના અજ્ઞાનને લીધે કર્તાકર્મભાવ વડે ક્રોધાદિમાં વર્તતા આ આત્માને, તે જ ક્રોધાદિની પ્રવૃત્તિરૂપ પરિણામને નિમિત્તમાત્ર કરીને પોતે પોતાના ભાવથી જ પરિણમતું પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે.'
જુઓ! આત્મા અજ્ઞાનભાવે ક્રોધાદિનો કર્તા થાય છે. ત્યાં તે ક્રોધાદિ પરિણામને નિમિત્તમાત્ર કરીને પોતાના ભાવથી જ પુદ્ગલકર્મ બંધાય છે. નિમિત્તમાત્ર કરીને એમ કહ્યું છે. એનો અર્થ એ કે નિમિત્તની ઉપસ્થિતિ છે, બસ એટલું જ. જીવને ક્રોધાદિ ભાવ થાય છે માટે ત્યાં કર્મ એકઠું થાય છે એમ નથી. કર્મ, કર્મના રજકણના સામર્થ્યથી બંધાય છે. રજકણમાં પરિણમવાનું સામર્થ્ય છે. લખ્યું છે ને કે “પોતે પોતાના ભાવથી જ પરિણમતું પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે.' અહો! આ તો સ્વતંત્રતાનો ઢંઢેરો છે! આવી સ્વતંત્રતાની વાત દિગંબર ધર્મ સિવાય બીજે ક્યાંય નથી. અરે ! દિગંબરમાં પણ આ કાળે એને સમજનારા બહુ અલ્પ જીવો
જીવ અજ્ઞાનવશ શુભાશુભ વિકારભાવે પરિણમે છે ત્યારે તે વખતે કર્મપણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ પરિણમવાની પૌલિક કર્મ-રજકણોની લાયકાત છે તેથી સ્વકાળે તે કર્મની અવસ્થા થાય છે. જીવના શુભાશુભ પરિણામને લઈને નવું કર્મ બંધાય છે એમ નથી. શુભાશુભ પરિણામ તો બાહ્ય નિમિત્તમાત્ર છે. કર્મ રજકણો પોતાની મેળે સ્વતંત્ર પરિણમી જાય છે. અહો ! સમયસારની ટીકા અદ્દભુત અને અજોડ છે! આવી વાત સાંભળવા મળે એ જીવનું મહા સૌભાગ્ય છે. અને તેનો ભાવ સમજે એ તો ન્યાલ થઈ જાય એવી આ ચીજ છે.
અહા! જ્ઞાનરૂપે ન પરિણમતાં રાગરૂપે પરિણમ્યો-એ તેનો સ્વકાળ છે માટે રાગરૂપે પરિણમ્યો છે. કર્મનો ઉદય છે માટે રાગરૂપે પરિણમ્યો છે એમ નથી. તથા જ્ઞાનરૂપે પરિણમતાં કર્મનો અભાવ થયો માટે કર્મનો અભાવ થયો તેથી જ્ઞાનરૂપે પરિણમ્યો એમ પણ નથી. જ્ઞાન અને આત્મા એક છે–એમ જે જ્ઞાનમાં પોતાપણે વર્તતો પરિણમ્યો તે દર્શનમોહનો અભાવ છે માટે પરિણમ્યો છે એમ નથી. તથા દર્શનમોહનો ઉદય છે માટે મોહભાવે પરિણમ્યો છે એમ પણ નથી. (બન્નેની પરિણમનધારા સ્વતંત્ર છે ). નિમિત્ત છે, બસ એટલી વાત છે. પરમાણુમાં કર્મરૂપ અવસ્થા થવાનો તેનો સ્વકાળ છે તેથી પોતાની યોગ્યતાથી કર્મરૂપ પરિણમે છે.
જીવના વિકારી ભાવને નિમિત્ત માત્ર કરીને કર્મ પોતે પોતાથી જ પરિણમતું ત્યાં એકઠું થાય છે. આ રીતે જીવ અને પુદ્ગલનો પરસ્પર અવગાહુ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. અહીં ટીકામાં ત્રણ પ્રકારના સંબંધ કહ્યા
૧. જ્ઞાન અને આત્માનો તાદાભ્યસિદ્ધ સંબંધ. ૨. રાગ અને આત્માનો સંયોગસિદ્ધ સંબંધ. ૩. કર્મ અને આત્માનો પરસ્પર અવગાહસિદ્ધ સંબંધ.
વસ્તુનો સ્વભાવ જ્ઞાન અને વસ્તુ ધ્રુવ આત્મા એ બેનો તાદાત્મસિદ્ધ સંબંધ છે અને તેમાં અભેદભાવે પરિણમવું તે ધર્મ છે.
રાગ અને આત્માનો સંયોગસિદ્ધ સંબંધ છે છતાં બેને એક માનીને પરિણમવું તે અજ્ઞાન છે.
કર્મ અને આત્માનો એક ક્ષેત્રાવગાહુ સંબંધ છે. એટલે કે કર્મ અને આત્મા પરસ્પર એક શેત્રમાં વ્યાપીને સંનિકટ રહે એવા સંબંધરૂપ બંધ છે. જીવના પરિણામનું નિમિત્ત પામીને કર્મના પુદ્ગલો એક ક્ષેત્રે અવગાહીને રહે છે તોપણ ભાવથી તદ્દન જુદા છે. એક ક્ષેત્રે રહે છે તેને પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ કહેવાય છે.
હવે કહે છે-“અનેકાત્મક હોવા છતાં (અનાદિ) એક પ્રવાહપણે હોવાથી જેમાંથી ઈતરેતરાશ્રય દોષ દૂર થયો છે એવો તે બંધ, કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૯
સમયસાર ગાથા ૬૯-૭૦ ]
અનેકાત્મક એટલે જીવ-પુદ્ગલનો એમ બે દ્રવ્યોનો જે બંધ છે એમાં ઈતરેતરાશ્રય દોષ નથી, કેમકે અનાદિ પ્રવાહ૫ણું છે. (આનાથી આ અને એનાથી એ-એને ઈતરેતરાશ્રય દોષ કહે છે. જીવના રાગ-પરિણામથી બંધ અને એ જ બંધથી રાગપરિણામ થાય તો ઈતરેતરાશ્રય દોષ કહેવાય. પરંતુ એમ નથી. અજ્ઞાની જીવ રાગદ્વેષરૂપે પરિણમે ત્યારે નવાં કર્મ બંધાય અને તે અમુક સ્થિતિ સુધી એકક્ષેત્રાવગાહે રહે; તથા જે રાગદ્વેષરૂપે પરિણમે છે એમાં પૂર્વના કર્મનો ઉદય નિમિત્ત હોય છે. આ પ્રમાણે જે પરિણામથી કર્મનો બંધ થયો તે બંધ વિકાર પરિણામનું નિમિત્ત થતું નથી, પણ તે પરિણામમાં જૂના કર્મનો ઉદય નિમિત્ત થાય છે. તથા જે વિકારી પરિણામ થયા તે નવીન કર્મબંધનું નિમિત્ત થાય છે. આ પ્રમાણે ઈતરેતરાશ્રય દોષ નથી.)
પહેલાં આત્મા શુદ્ધ હતો અને પછી વિકારી થયો, પહેલાં કર્મબંધ નહોતો અને પછીથી કર્મ બંધાય એમ નથી. અર્થાત્ આત્માના વિકારી પરિણામથી કર્મ થયાં અને કર્મથી વિકારી પરિણામ થયા એમ નથી. બન્ને અનાદિથી સ્વત:સિદ્ધ છે. અનાદિકાળથી કર્મ કર્મરૂપે અને આત્માના પરિણામ વિકારરૂપે સ્વતંત્રપણે થતા આવ્યા છે. કોઈથી કોઈ થયા છે એમ નથી. અનાદિથી પુરાણાં કર્મ ખરતાં જાય અને એનું નિમિત્ત પામીને જીવમાં નવા નવા વિકારી પરિણામ થતા જાય તથા એનું નિમિત્ત પામીને નવાં કર્મ બંધાતાં જાય એમ પ્રવાહ છે; આ પ્રમાણે અનાદિ પ્રવાહપણાને લીધે જીવ-પુદ્ગલનો જે બંધ થાય છે એમાં ઈતરેતરાશ્રય દોષ
નથી.
અનાદિકાળથી આવો જે બંધ છે તે કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે.
કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત અજ્ઞાન છે. અને અજ્ઞાનનું નિમિત્ત પૂર્વનાં જૂનાં કર્મનો બંધ છે. અજ્ઞાન કાંઈ આત્માનો મૂળ સ્વભાવ નથી. અજ્ઞાન-પર્યાય સ્વયં (અશુદ્ધ) ઉપાદાન છે અને તેનું નિમિત્ત પૂર્વનો કબંધ છે. કર્મ છે તે કાંઈ અજ્ઞાન કરાવી દે છે એમ નથી, પરંતુ પોતે જ્યાં લગી રાગ-દ્વેષ-અજ્ઞાન કર્યા કરે છે ત્યાં લગી કર્મ નિમિત્ત થાય છે.
નિજ ચૈતન્યસ્વભાવના લક્ષે જેને અજ્ઞાન ટળી જાય છે તેને કર્તાકર્મ પ્રવૃત્તિ મટે છે અને કર્મબંધ પણ ટળી જાય છે. તથા જે સ્વભાવના લક્ષ પરિણમતો નથી તેને અજ્ઞાન છે, તેને કર્તાકર્મની પ્રવૃત્તિ છે અને નવો નવો કર્મબંધ પણ છે. આવી વાત છે.
* ગાથા ૬૯-૭૦ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * આ આત્મા જેમ પોતાના જ્ઞાન-સ્વભાવરૂપ પરિણમે છે તેમ જ્યાંસુધી ક્રોધાદિરૂપ પણ પરિણમે છે, જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી, ત્યાં સુધી તેને કર્તાકર્મની પ્રવૃત્તિ છે.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ જેમ અગ્નિમાં ઉષ્ણતા એકરૂપ છે તેમ આત્મા અને એનો જ્ઞાનસ્વભાવ એકરૂપ છે, તદ્રુપ છે, તાદાભ્યરૂપ છે. આવા જ્ઞાનસ્વભાવી આત્માની સન્મુખ થઈ એકાગ્રતા થતાં જે પરિણમન થયું તે જ્ઞાનની ક્રિયા છે. તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મ છે. આ ક્રિયા નિજ સ્વભાવરૂપ હોવાથી નિધી શકાતી નથી.
પરંતુ જ્ઞાન અને રાગાદિ વિકાર ભિન્ન છે. જ્ઞાન આનંદસ્વરૂપ છે અને વિકાર દુઃખરૂપ છે. આમ જ્ઞાન અને રાગાદિ વિકારની ભિન્નતા નહિ જાણવાથી, જાણે કે પુણ્ય-પાપના શુભાશુભ વિકારી ભાવ પોતાનો સ્વભાવ છે એમ માનીને જ્યાંસુધી શુભાશુભભાવે પરિણમે છે ત્યાં સુધી તે (અજ્ઞાની) વિકારી પરિણામનો કર્તા થાય છે, અને વિકારી પરિણામ તેનું કર્મ
પરદ્રવ્યનો કર્તા તો આત્મા છે જ નહિ, કેમકે પરદ્રવ્ય ભિન્ન સ્વતંત્ર ચીજ છે. એ (પરદ્રવ્ય) સ્વયં પોતાના કારણે પરિણમે છે. છતાં પરદ્રવ્યને હું કરું છું. શરીર, મન, વાણીની ક્રિયા હું કરું છું-એમ જે માને તે મિથ્યાષ્ટિ છે. તથા પર્યાયમાં જે શુભાશુભ વિકારી ભાવો થાય, દયા, દાન આદિના પરિણામ થાય તેનો હું કર્તા છું એમ માને તે પણ અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે.
અહાહા...આત્મા વડુ જ્ઞાનસ્વભાવી, સર્વજ્ઞસ્વભાવી ત્રિકાળી ધ્રુવ સહજ શુદ્ધ દ્રવ્ય છે. એમાં રાગ નથી, પુણ્ય નથી, પાપ નથી, વિકાર નથી કે અલ્પજ્ઞતા નથી. એ તો અનંત શક્તિઓનો પિંડ પરિપૂર્ણ ચૈતન્ય ભગવાન છે. એમાં જ્યાં દષ્ટિ એકાગ્ર થઈ ત્યાં પરિણમન નિર્મળ થયું. એ નિર્મળ પરિણમન આત્માની સ્વભાવભૂત ધાર્મિક ક્રિયા છે અને તે નિષેધવામાં આવી નથી.
પરંતુ આ અખંડ એકરૂપ ચૈતન્ય ભગવાન તે હું એમ પોતાના અસ્તિત્વનો અજ્ઞાનીને સ્વીકાર નથી. એ તો દયા, દાન, વ્રતાદિના પરિણામ જે રાગ છે તે મારા છે, એમ માને છે. અને એમ માનીને રાગભાવે પરિણમતો તે રાગનો કર્તા થાય છે. અરે ! જગતના જીવોને આવા સૂક્ષ્મ તત્ત્વની ખબર જ કયાં છે! પરંતુ ભાઈ ! આ સમજવું પડશે. આ સમજ્યા વિના જન્મ-મરણથી છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી.
અરે! જગતના જીવોએ રાગની રુચિમાં ચૈતન્યસ્વભાવી નિજ આત્માનો ત્યાગ કરી દીધો છે, ત્રણલોકના નાથને હેય કરી દીધો છે. આનાથી બીજા ક્રોધ અને દ્વેષ શું છે? નિર્મળાનંદનો નાથ ચૈતન્યસ્વભાવી ભગવાન આત્માની સન્મુખ ન જોતાં એનાથી વિરુદ્ધ રાગમાં એકત્વ કરી જોડાઈ જવું એ જ ક્રોધ અને દ્વેષ છે. અહીં કહે છે જ્ઞાનસ્વરૂપી આત્મા અને ક્રોધ-માન-માયા-લોભરૂપ વિકારો એ બેની ભિન્નતા જાણતો નથી ત્યાં સુધી જીવને કર્તાકર્મની પ્રવૃત્તિ છે. વિકારી પરિણામ તે મારું કર્તવ્ય અને હું તેનો કર્તા એમ અજ્ઞાની માને છે, અને એમ પરિણમે છે. શરીર, મન, વાણી ઇત્યાદિ પરવ્યની ક્રિયાનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૬૯-૭૦ ]
[ ૨૧ કર્તા-એ વાત તો અહીં છે જ નહિ, કેમકે પરદ્રવ્ય તો ભિન્ન સ્વતંત્ર છે. એની ક્રિયાનો કર્તા તો અજ્ઞાની પણ નથી.
અરે! જીવને પોતાની દરકાર નથી કે અરે! મારું શું થશે? રાત-દિવસ રળવું-કમાવું, ખાવું-પીવું. હરવું-ફરવું ઇત્યાદિમાં જ સમય વીતી જાય છે. આ તો સમય (કલ્યાણ કરવાનો ) વીતી જાય છે. ભાઈ! તું મરીને તત્ત્વની દષ્ટિ વિના કયાં જઈશ? ત્રણલોકના નાથ દેવાધિદેવ પરમાત્મા કહે છે કે તું આત્મા છો, પુણ્ય-પાપના ભાવ એ તો આસ્રવ છે. એ આસ્રવ તું નથી. આમ બન્નેની ભેદદષ્ટિ કરી જ્ઞાનસ્વરૂપી નિજ આત્મતત્ત્વને ગ્રહણ કર, કેમકે તે સ્વભાવભૂત ક્રિયા છે, ધર્મની ક્રિયા છે.
તદ્દન સીધી સરળ વાત છે. સમજવા માગે તો સમજાય એમ છે. આત્મા અને આસ્રવનો જ્યાં લગી ભેદ જાણે નહિ ત્યાં સુધી કર્તાકર્મની પ્રવૃત્તિ પર્યાયમાં રહ્યા કરે છે.
ક્રોધાદિરૂપ પરિણમતો તે પોતે કર્તા છે અને ક્રોધાદિ તેનું કર્મ છે. ખરેખર તો તે સમયની પર્યાય તે જ કર્તા અને તે જ એનું કર્મ છે. જે શુભાશુભ રાગ પરિણામ છે એનો કર્તા એ પર્યાય, કર્મ પણ એ પર્યાય, સાધન-સંપ્રદાન, અપાદાન અને અધિકરણ –એ પર્યાય છે. પર્યાયનાં પકારક સ્વતંત્ર છે. એનાથી તે પરિણામ સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. અજ્ઞાની તે વિકારી પરિણામનો પોતાને કર્તા માની વિકારી કર્મપણે પરિણમે છે અને તે સંસાર છે. એનાથી નવો બંધ થાય છે.
ધર્મી જીવ આત્મા અને રાગને ભિન્ન જાણતો જ્ઞાનની ક્રિયારૂપ પરિણમે છે. જ્ઞાનની ક્રિયાનો હું કર્તા અને જ્ઞાનની ક્રિયા તે મારું કર્મ એમ ધર્મી માને છે. ખરેખર તો જ્ઞાનની નિર્મળ પર્યાયનો કર્તા એ પર્યાય પોતે, એનું કર્મ પણ એ પર્યાય પોતે છે. નિર્મળ પર્યાય પણ એના પકારકથી સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. ધ્રુવમાં એકાગ્ર થતાં જે સ્વભાવપર્યાય થઈ તે ધર્મ છે. એ પર્યાયનો કર્તા પર્યાય છે. અહીં આત્મા એનો કર્તા છે એમ કહ્યું તે અભેદથી વાત કરી છે.
અનાદિ અજ્ઞાનથી કર્તાકર્મની પ્રવૃત્તિ છે, કર્તાકર્મની પ્રવૃત્તિથી બંધ છે અને તે બંધના નિમિત્તથી અજ્ઞાન છે; એ પ્રમાણે અનાદિ સંતાન છે, માટે તેમાં ઈતરેતરાય દોષ આવતો નથી.'
જાઓ! સ્વરૂપના ભાન વિના વિકારનો સ્વામી થઈ જીવ પોતે વિકાર કરે ત્યારે નવો કર્મ-બંધ થાય છે. જે કર્મ બંધાય છે તે સ્વયં સ્વતઃ પોતાના કારણે બંધાય છે. કર્મરૂપે બંધાવાની લાયકાતવાળા પરમાણુ સ્વયં પોતાથી કર્મરૂપે પરિણમે છે. ત્યાં જીવ અને કર્મનું એકક્ષેત્રાવગાહે રહેવું એ સંબંધ છે, પણ એકબીજાના કર્તાકર્મપણે થવું એવો સંબંધ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
એ બંધના નિમિત્તથી અજ્ઞાન છે. એટલે કે એ બંધના ઉદયકાળે પોતે સ્વતંત્રપણે નવું અજ્ઞાન કરે છે ત્યારે પૂર્વકર્મનો બંધ નિમિત્ત છે. બંધને લઈને અજ્ઞાન છે એમ નથી પણ પોતે સ્વયં અજ્ઞાનરૂપે પરિણમે છે ત્યારે પૂર્વના બંધના ઉદયને તેનું નિમિત્ત કહેવામાં આવે છે. બંધનું તો નિમિત્ત છે, ઉપાદાન સ્વયં પોતાનું અજ્ઞાન (પર્યાય) છે. આ પ્રમાણે અનાદિ સંતાન છે, પ્રવાહ છે. નવા કર્મબંધનું નિમિત્ત અજ્ઞાનભાવ છે અને એ અજ્ઞાનભાવનું નિમિત્ત તો જજૂનાં પૂર્વનાં કર્મનો ઉદય છે. આ પ્રમાણે અનાદિ પ્રવાહ છે, માટે એમાં ઇતરેતરાશ્રય દોષ આવતો નથી.
પ્રશ્ન:- “મોદાવરક્ષયાત્'—શાસ્ત્રમાં તો એમ આવે છે ને?
ઉત્તર:- “મોહાવરણક્ષયાત” એટલે મોહનો સર્વથા ક્ષય થવાથી સર્વજ્ઞપદ પ્રગટ થાય છે. પરંતુ ત્યાં જે સ્વદોષ છે તે નિશ્ચયથી આવરણ છે અને કર્મનું નિમિત્ત છે તે વ્યવહારથી આવરણ છે.
વળી જ્યાં એમ આવે કે બે કારણોથી કાર્ય થાય છે–૧. ઉપાદાનકારણ અને ૨. સહકારીકરણ. ત્યાં એનો અર્થ એ છે કે સહકારી (નિમિત્તપણે ) એક ચીજ છે તેનું જ્ઞાન કરાવ્યું છે, પણ સહકારી કારણથી ઉપાદાનમાં કાર્ય થાય છે એમ બીલકુલ નથી. રાગની ઉત્પત્તિ આત્મા સ્વતઃ પોતાના અજ્ઞાનભાવથી કરે છે અને કર્મનો બંધ પણ સ્વત: (રજકણોની) પોતાની યોગ્યતાથી થાય છે. વિકાર થવાની પોતાની યોગ્યતા છે અને જે કર્મ બંધાયાં તે એની યોગ્યતાથી બંધાયાં છે. વિકાર કર્યો માટે કર્મને બંધાવું પડ્યું એમ નથી, તથા કર્મના ઉદયના કારણે વિકાર થયો એમ પણ નથી. સર્વત્ર યોગ્યતા જ કાર્યની સાક્ષાત્ સાધક છે. નિમિત્ત એ વાસ્તવિક કારણ નથી, ઉપચારથી કારણ કહેવાય છે.
આ રીતે જ્યાં સુધી આત્મા અજ્ઞાનથી ક્રોધાદિ કર્મનો કર્તા થઈ પરિણમે છે ત્યાં સુધી કર્તાકર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે.
[ પ્રવચન નં. ૧૧૫, ૧૧૬, ૧૧૭
*
દિનાંક ૪-૭-૭૬ થી ૬-૭-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૭૧ कदाऽस्याः कर्तृकर्मप्रवृत्तेर्निवृत्तिरिति चेत्
जइया इमेण जीवेण अप्पणो आसवाण य तहेव। णादं होदि विसेसंतरं तु तइया ण बंधो से।। ७१।।
यदानेन जीवेनात्मनः आस्रवाणां च तथैव।
ज्ञातं भवति विशेषान्तरं तु तदा न बन्धस्तस्य।। ७१।। હવે પૂછે છે કે આ કર્તાકર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય છે? તેનો ઉત્તર કહે છે:
આ જીવ જ્યારે આસવોનું તેમ નિજ આત્મા તણું,
જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું. ૭૧ ગાથાર્થઃ- [ યા] જ્યારે [ સનેન નીવેન] આ જીવ [ માત્મ: ] આત્માના [ તથા ૨] અને [બન્નવાઈi ] આસ્રવોના [ વિશેષાન્તરં] તફાવત અને ભેદને [ જ્ઞાનં ભવતિ ] જાણે [ તવા તુ] ત્યારે [ત ] તેને [વન્ધ: ] બંધ થતો નથી.
ટીકાઃ- આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ છે, અને “સ્વ 'નું ભવન તે સ્વભાવ છે (અર્થાત્ પોતાનું જે થવું-પરિણમવું તે સ્વભાવ છે); માટે નિશ્ચયથી જ્ઞાનનું થવુંપરિણમવું તે આત્મા છે અને ક્રોધાદિકનું થવું-પરિણમવું તે ક્રોધાદિ છે. વળી જ્ઞાનનું જે થવુંપરિણમવું છે તે ક્રોધાદિકનું પણ થવું-પરિણમવું નથી, કારણ કે જ્ઞાનના થવામાં (-પરિણમવામાં) જેમ જ્ઞાન થતું માલુમ પડે છે તેમ ક્રોધાદિક પણ થતાં માલુમ પડતાં નથી; અને ક્રોધાદિકનું જે થવું-પરિણમવું તે જ્ઞાનનું પણ થવું-પરિણમવું નથી, કારણ કે ક્રોધાદિકના થવામાં (-પરિણમવામાં) જેમ ક્રોધાદિક થતાં માલૂમ પડે છે તેમ જ્ઞાન પણ થતું માલૂમ પડતું નથી. આ રીતે આત્માને અને ક્રોધાદિકને નિશ્ચયથી એકવસ્તુપણું નથી. આ પ્રમાણે આત્મા અને આસ્રવોનો વિશેષ (-તફાવત) દેખવાથી જ્યારે આ આત્મા તેમનો ભેદ (ભિન્નતા) જાણે છે ત્યારે આ આત્માને અનાદિ હોવા છતાં પણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી એવી (પરમાં) કર્તાકર્મની પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે; તેની નિવૃત્તિ થતાં અજ્ઞાનના નિમિત્તે થતો પૌગલિક દ્રવ્યકર્મનો બંધ પણ નિવૃત્ત થાય છે. એમ થતાં, જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે.
ભાવાર્થ - ક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે; જ્ઞાનમાં ક્રોધાદિક નથી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ ક્રોધાદિકમાં જ્ઞાન નથી. આવું તેમનું ભેદજ્ઞાન થાય ત્યારે તેમના એકપણારૂપ અજ્ઞાન માટે અને અજ્ઞાન મટવાથી કર્મનો બંધ પણ ન થાય આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ થાય છે.
હવે પૂછે છે કે આ કર્તાકર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય છે? તેનો ઉત્તર કહે છે:
* ગાથા ૭૧ : ટીકા ઉપરનું પ્રવચન * “આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ છે, અને “સ્વ”નું ભવન તે સ્વભાવ છે. (અર્થાત્ પોતાનું જે થવું-પરિણમવું તે સ્વભાવ છે); માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે અને ક્રોધાદિકનું થવું-પરિણમવું તે ક્રોધાદિ છે.'
જુઓ! આ વસ્તુની વ્યાખ્યા કહી. વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ છે. એટલે જેટલો સ્વભાવ છે તેટલી જ વસ્તુ છે. જેટલો વિકાર છે તે પરમાર્થ વસ્તુ-આત્મા નથી. અહાહા....! જે ભાવે સર્વાર્થસિદ્ધિનું પદ મળે કે જે ભાવે તીર્થકર નામકર્મ બંધાય તે ભાવ આત્મા નથી એમ અહીં કહે છે. સ્વભાવમાં પણ વસ્તુ તો નથી પણ આ જે ક્રોધાદિનું થવું-પરિણમવું છે તે પણ વસ્તુ નથી, આત્મા નથી.
- “સ્વ”નું ભવન તે સ્વભાવ છે. પોતાનું જે થવું-પરિણમવું તે સ્વભાવ છે. આ સિદ્ધાંત કહ્યો. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે. અહાહા....! નિશ્ચયથી જ્ઞાનનું થવું એટલે જેવો જ્ઞાનસ્વભાવ છે તે રૂપે પરિણમવું તે આત્મા છે. સમ્યગ્દર્શનપણે, સમ્યજ્ઞાનપણે, સમ્યક્રચારિત્રપણે, અતીન્દ્રિય આનંદપણે પરિણમવું તે આત્મા છે. આત્મા નિર્મળ જ્ઞાનશ્રદ્ધાન-શાન્તિપણે પરિણમે તે આત્મા છે.
પ્રશ્ન:- તો નિયમસારમાં શુદ્ધભાવ અધિકારની ગાથા ૩૮ માં તો એમ આવે છે કે ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસ્વભાવમય વસ્તુ છે તે આત્મા છે. ત્યાં સંવર, નિર્જરા અને મોક્ષની પર્યાયને તો હેય કહીને તે આત્મા નથી એમ કહ્યું છે. આ કેવી રીતે છે?
ઉત્તર- ભાઈ ! ત્યાં નિયમસારમાં અપેક્ષા જાદી છે. ત્યાં તો ધ્યાતાનું જે ધ્યેય, જે સમ્યગ્દર્શનનો વિષય ત્રિકાળી શુદ્ધભાવ, શુદ્ધ ચૈતન્યમય વસ્તુ છે તે બતાવવાનું પ્રયોજન છે. ત્રિકાળી શુદ્ધ વસ્તુ, અવિનાશી આત્મા તે એકના આશ્રયે જ સમ્યગ્દર્શન આદિ ધર્મ થાય છે માટે તેને ઉપાદેય કહ્યો. જ્યારે પર્યાય તો ક્ષણવિનાશી છે અને તેના આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી પણ વિકલ્પ થાય છે તેથી સંવર, નિર્જરા, મોક્ષની પર્યાયને ત્યાં (આશ્રય કરવા માટે )
ય કહી. વળી ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં પર્યાય નથી તેથી તે (નિર્મળ પર્યાય ) આત્મા નથી એમ કહ્યું છે. જ્યારે અહીં તો કર્તાનું કર્મ બતાવવાની વાત છે. એટલે કહે છે કે વસ્તુ રાગપણે ન પરિણમતાં સ્વભાવપણે-જ્ઞાનપણે પરિણમે તે આત્મા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૧]
[ ૨૫ છે. રાગનું થવું, રાગપણે પરિણમવું તે આત્મા નહિ. આત્મા તો શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. માટે નિર્મળ જ્ઞાન-આનંદપણે પરિણમવું તે આત્મા છે. જેવો આત્માનો સ્વભાવ છે તે રૂપે તેના પરિણમનની દશા થાય તે આત્મા છે. જેવી શુદ્ધ ચૈતન્યમય વસ્તુ છે તેવું (શુદ્ધ ચૈતન્યમય ) પરિણમન થવું તે કર્તાનું કર્મ છે એમ અહીં વાત છે.
દયા, દાન, વ્રત આદિ શુભરાગના વિકારી પરિણામ તે મારું કર્મ અને હું તેનો કર્તાએમ અજ્ઞાની માને છે. જ્ઞાની તો કહે છે કે જ્ઞાનસ્વભાવના લક્ષે જે નિર્મળ જ્ઞાનરૂપે પરિણમન થયું તે મારું કર્મ છે, રાગ થાય તે મારું કર્મ નહિ. આવો વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે. પરંતુ લોકોએ બહારથી ક્રિયાકાંડને જ ધર્મ માન્યો છે. ઘણાને એમ થાય કે આ તો વ્યવહારનો લોપ થાય છે, પરંતુ અહીં તો સ્પષ્ટ કહે છે કે રાગભાવ એ તારા સ્વરૂપમાં નથી અને તેને તું તારું કાર્ય માને એ અજ્ઞાન છે.
જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે અને ક્રોધાદિકનું થવું-પરિણમવું તે ક્રોધાદિ છે. સ્વભાવને ભૂલીને પુણ્ય-પાપના વિકારી ભાવરૂપે થવું એ વિકાર છે, આત્મા નથી. શુભરાગરૂપે પરિણમવું એ સ્વભાવ પ્રત્યેના વિરોધવાળો ભાવ ક્રોધ છે. એવા ક્રોધપણે થયો તે આત્મા નથી, અનાત્મા છે. જગતની વાતોથી ઘણો ફેર છે. જગત માને કે ન માને વાત તો આ જ સત્ય છે. જગત તો અનાદિથી ઊંધે રસ્તે છે.
વળી જ્ઞાનનું જે થવું-પરિણમવું છે તે ક્રોધાદિકનું પણ થવું-પરિણમવું નથી, કારણ કે જ્ઞાનના થવામાં (પરિણમવામાં) જેમ જ્ઞાન થતું માલૂમ પડે છે તેમ ક્રોધાદિક પણ થતાં માલૂમ પડતાં નથી.'
શું કહ્યું? જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા જ્ઞાનરૂપે પરિણમે તે વખતે વિકારપણે પણ પરિણમે એમ નથી. અહાહા...! શુદ્ધ ચૈતન્યસ્વભાવ પ્રતિ ઢળીને ચૈતન્યની રુચિપૂર્વક જેને અંતર-પરિણમન થયું તેને રાગાદિ-ક્રોધાદિની રુચિ નથી. એક મ્યાનમાં બે તલવાર રહી શક્તી નથી. ધર્મી જીવ જ્ઞાનસ્વભાવના પ્રેમપણે પરિણમે તે વખતે રાગના પ્રેમપણે પણ પરિણમે એમ બીલકુલ હોઈ શકે નહિ.
સ્વભાવપણે પરિણમન થવું તે જ્ઞાનીનું કર્મ અને રાગપણે પરિણમન થવું તે અજ્ઞાનીનું કર્મ છે. પરનું કરવું એ વાત તો છે જ નહિ. પરનું કાર્ય તો કોઈ કરી શક્તો જ નથી. આવું ધર્મનું તત્ત્વ ઘણું સૂક્ષ્મ છે. ભાઈ ! જેને વિકલ્પનો કંઠ છૂટી, સ્વભાવના આશ્રયે નિર્વિકલ્પ નિર્વિકારી જ્ઞાનનું પરિણમન થવું તે ધર્મ છે. અહાહા..! મુનિદશામાં તો ત્રણ કષાયનો અભાવ થઈ અંદર અતીન્દ્રિય આનંદની લહેર ઊઠતી હોય છે, અને બહારમાં સહુજ નગ્ન દશા હોય છે. અંદર કષાયથી નગ્ન અને બહાર વસ્ત્રથી નગ્ન-એવી શુદ્ધ ચૈતન્યના આનંદમાં ઝૂલતી મુનિદશા કોઈ અલૌકિક ચીજ છે, બાપુ !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ આત્માનો ચૈતન્યસ્વભાવ અરૂપી અતિસૂક્ષ્મ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભરાગના પરિણામને પુણ્ય-પાપ અધિકારમાં સ્થૂળ કહ્યા છે. જે પોતાના સૂક્ષ્મ સ્વભાવે પરિણમે તેને આત્મા કહીએ, અને રાગ-દ્વેષના સ્થળ વિકારપણે પરિણમે તેને આત્મા નહિ એટલે અનાત્મા કહીએ. અહીં કહે છે કે જે ચૈતન્યસ્વભાવે-આત્મભાવે પરિણમે તે સાથે રાગાદિ અનાત્મભાવે પણ પરિણમે એમ બની શકે નહિ.
પ્રશ્ન:- જ્ઞાનીને પણ રાગાદિ તો હોય છે?
ઉત્તર- હા, સાધકદશામાં જ્ઞાનીને પણ રાગ હોય છે, પણ જ્ઞાનપણે પરિણમતા જ્ઞાનીના જ્ઞાનપરિણમનથી તે રાગ ભિન્ન રહી જાય છે. જે રાગ થાય તેને જાણવાપણે એટલે કે તેના જ્ઞાતાપણે જ્ઞાની પરિણમે છે. કર્તાપણે નહિ. જે રાગ આવે તેને જાણતો જ્ઞાની જ્ઞાનરૂપે પરિણમે છે પણ રાગરૂપે પરિણમતો નથી. જ્ઞાનીને જે રાગ થાય તેનાં એને રુચિ અને સ્વામિત્વ નથી.
જ્ઞાનનું પરિણમવું તે ક્રોધાદિનું પરિણમવું નથી. કારણ? કારણ કે જ્ઞાનના થવામાં જેમ જ્ઞાન થતું માલુમ પડે છે તેમ ક્રોધાદિક પણ થતાં માલૂમ પડતાં નથી. અહાહા..! જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ આત્મા જ્યારે જ્ઞાન અને આનંદ સ્વભાવે નિર્મળ પરિણમતો ભાસે છે તે વખતે તે રાગપણે ક્રોધાદિપણે પરિણમતો ભાસતો નથી. પરિપૂર્ણ વીતરાગતા ન થઈ હોય ત્યાં સુધી જ્ઞાનીને રાગ આવે ખરો, પરંતુ તેને (રાગને ) જાણવાપણે હું પરિણમું છું, રાગપણે નહિ એમ તે માને છે. આ સાંભળીને કોઈ કહે કે આ તો બધી નિશ્ચયની વાતો છે. પરંતુ ભાઈ ! નિશ્ચયની વાત એટલે જ સાચી વાત. ભાઈ ! વસ્તુ-સ્વરૂપ જ આવું છે. “જૈન તત્ત્વમીમાંસા'માં પંડિત શ્રી ફૂલચંદજીએ લખ્યું છે કે પોતાના સ્વભાવની પુષ્ટિ કરવી એ નિશ્ચય છે.
ભાઈ ! બહુ ધીરજથી આ સમજવા જેવી વાતો છે. પ્રથમ એમ સિદ્ધ કર્યું કે આત્મા સ્વભાવમાત્ર વસ્તુ છે. પ્રભુ! તું કોણ છો? તો કહે છે કે-તું સ્વભાવમાત્ર વસ્તુ છો, ચૈતન્યમાત્ર વસ્તુ છો; રાગ અને પુણ્ય પાપ એ તું નહિ. અહાહા..! આવી ચૈતન્યસ્વભાવમય વસ્તુ-આત્માને દૃષ્ટિમાં લેતાં જે સ્વભાવનું-ચૈતન્યનું પરિણમન થાય તે ધર્મ છે અને તે વેળા ધર્મી જીવને જેમ ચૈતન્યનું પરિણમન થતું માલુમ પડે છે તેમ રાગનું પરિણમન થતું માલુમ પડતું નથી. બહુ ઝીણી વાત, ભાઈ ! કહે છે કે બન્ને ક્રિયા એક સાથે થઈ શક્તી નથી. અહાહા..! રાગથી ભિન્ન પડીને સ્વભાવપણે જ્યાં જ્ઞાન પરિણમ્યું ત્યાં જ્ઞાનીને-હું કર્તા અને જે જ્ઞાનની પર્યાય થઈ, આનંદની પર્યાય થઈ તે મારું કાર્ય એમ પ્રતિભાસે છે પણ હું રાગ કરું છું અને રાગ મારું કાર્ય એમ પ્રતિભાસતું નથી. અહો ! ધર્મના સ્થંભ એવા દિગંબર સંતોએ ગજબની વાતો કરી છે. ધર્મના સ્વરૂપની આવી વાત બીજે ક્યાંય નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૧ ]
[ ૨૭
હવે કહે છે–‘અને ક્રોધાદિકનું જે થવું-પરિણમવું તે જ્ઞાનનું પણ થવું-પરિણમવું નથી, કારણ કે ક્રોધાદિકના થવામાં જેમ ક્રોધાદિક થતાં માલૂમ પડે છે તેમ જ્ઞાન પણ થતું માલૂમ પડતું નથી.' જીવ ક્રોધાદિ કષાયની રુચિપણે પરિણમે તે વખતે ચૈતન્ય-સ્વભાવપણે-જ્ઞાનપણે પણ પરિણમે એમ હોઈ શક્યું નથી એમ અહીં કહે છે.
જુઓ ! કર્તાકર્મ સિદ્ધ કરવું છે ને! અહીં બે વાત કરી છે.
૧. જેને ચૈતન્યસ્વભાવમય શુદ્ધ આત્માની દષ્ટિ થઈ તે જીવ ( જ્ઞાની )ને પોતે જ્ઞાનપણે, આનંદપણે, શાંતિપણે પરિણમે છે એમ ભાસે છે પણ રાગપણે, આકુળતાપણે, અશાંતિપણે પરિણમે છે એમ માલૂમ પડતું નથી.
૨. અને સ્વભાવના ભાન વિના જ્યારે જીવ (અજ્ઞાની ) ક્રોધાદિ કષાયની-રાગની ચિપણે પરિણમે ત્યારે ક્રોધાદિ કષાયરૂપે થતો માલૂમ પડે છે પણ જ્ઞાનપણે-શુદ્ધપણે પરિણમતો માલૂમ પડતો નથી.
અહીં તો ચૈતન્યસ્વભાવ અને કર્મ વિભાવ એ બન્નેને ભિન્ન પાડયા છે. પર્યાય ઉપરની દષ્ટિ છોડીને જેને દ્રવ્ય ઉપર દૃષ્ટિ ગઈ એને જ્ઞાન અને આનંદનું જ કર્મ છે. એ જ્ઞાન અને આનંદનો જ કર્તા છે. ખરેખર તો પર્યાય પોતે કર્તા અને પર્યાય પોતે જ કર્મ છે. ૪૭ નયના અધિકારમાં જે એમ કહ્યું છે કે-રાગ છે તે મારું પરિણમન છે એમ જ્ઞાની જાણે છે ત્યાં, રાગમાં ભળીને એને જાણે છે એમ નથી, પણ રાગથી ભિન્ન રહીને જાણે છે. અહીં કહે છે કે ભગવાન પૂર્ણાનંદસ્વરૂપ આત્માનું જેને ભાન થયું તેને જ્ઞાન અને શાંતિનું જ એકલું વેદન છે. અને વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભરાગથી ધર્મ થાય છે એમ જેને રાગની રુચિ છે એવો મિથ્યાદષ્ટિ જીવ પોતે રાગપણે પરિણમતો ભાસે છે, પણ જ્ઞાનપણે પરિણમતો ભાસતો નથી.
પ્રશ્ન:- તો શું જ્ઞાનીને રાગનું પરિણમન છે જ નહિ?
ઉત્ત૨:- ભાઈ ! એમ નથી. પર્યાયમાં જ્યાં સુધી પુરુષાર્થની મંદતા છે ત્યાં સુધી જ્ઞાનીને (યથાસંભવ ) રાગનું પરિણમન છે, પણ તે એને જાણે છે. વ્યવહારે જાણેલો પ્રયોજનવાન છે એમ ( ગાથા ૧૨ માં ) કહ્યું છે ને? એટલે કે રાગ જે અશુદ્ધતાનો અંશ છે તેને તે જાણે છેજાણવાપણે પરિણમે છે (કર્તાપણે નહિ). ભાઈ ! સ્વભાવની રુચિના પરિણમન વખતે વિકારની રુચિનું પરિણમન અને વિકારની રુચિના પરિણમન વખતે સ્વભાવની રુચિનું પરિણમન–એમ બે એક સમયમાં એકસાથે હોઈ શકે નહિ એમ અહીં કહે છે. આવી વાત જે ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિમાં આવી તે પોતે અનુભવ કરીને સંતોએ જગત સામે જાહેર કરી છે.
કહે છે-માર્ગ તો આ જ છે. રાગથી ભિન્ન પડતાં જ્યાં ભેદજ્ઞાન થયું, સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન થયું ત્યાં હું શુદ્ધપણે પરિણમું છું એમ જ્ઞાનીને ભાસે છે; અલ્પ અશુદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ પરિણમન જે છે તે ત્યાં (દ્રવ્યદૃષ્ટિની પ્રધાનતામાં) ગૌણ છે. અને ભેદજ્ઞાનના અભાવમાં જ્યાં એકલું અશુદ્ધતારૂપ પરિણમન ભાસે છે ત્યાં મિથ્યાષ્ટિને આત્મા શુદ્ધપણે ભાસતો જ નથી. પરની દયા હું પાળું છું એવા કર્તાપણાના ભાવના ભાસનમાં હું શુદ્ધ ચૈતન્યઘન જ્ઞાતાપણે પરિણમું છું એમ હોઈ શક્યું જ નથી. જ્ઞાતા વખતે કર્તા નહિ અને કર્તા વખતે જ્ઞાતા નહિ. અહો! દિગંબર સંતોએ કોઈ અલૌકિક માર્ગ બતાવ્યો છે!
આ રીતે આત્માને અને ક્રોધાદિકને નિશ્ચયથી એક વસ્તુપણું નથી.” આત્માનો સ્વભાવ શુદ્ધ ચૈતન્ય છે. અને ક્રોધાદિ આસ્રવો છે એ આત્માથી વિરુદ્ધ સ્વભાવવાળા છે. તેથી આત્માનો સ્વભાવ અને ક્રોધાદિક વિભાવ એ બન્ને એક વસ્તુ નથી. ક્રોધાદિ ભાવો તો આત્માના સ્વભાવનો અનાદર અને અરુચિ થતાં થયેલા છે. તેથી આત્મા અને ક્રોધાદિક ભાવો એક નથી.
અહાહા..! આત્મા-વસ્તુ શુદ્ધ ચિઘન અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ છે. એની જેને અંતર્દષ્ટિ થઈ તેને તો આત્મા જ્ઞાનપણે, નિરાકુળ આનંદપણે પરિણમેલો ભાસે છે, પરંતુ ક્રોધાદિક વિકારના પ્રેમમાં ફસાઈને જે પર્યાયબુદ્ધિએ વિકારપણે પરિણમ્યો તેને શુદ્ધ ચૈતન્યનું જ્ઞાતાપણે પરિણમન ભાસતું નથી–હોતું નથી. અહાહા...! કોઈ દુર્બર તપ કરે, મૌન પાળે કે છે કાયના જીવની રક્ષા કરે, પણ જો તેને રાગની-ક્રોધાદિની રુચિ છે તો તેને ચૈતન્યનું શુદ્ધ જ્ઞાતાપણે પરિણમન ભાસતું નથી–હોતું નથી. ભાઈ ! જેને પરલક્ષી ક્ષયોપશમવિશેષની પણ અધિકતા (ગૌરવ) ભાસે છે તેને પણ વિકારનું જ પરિણમન ભાસે છે. પરસત્તાવલંબી જ્ઞાનના પ્રેમમાં તેને ચૈતન્યસ્વભાવ પ્રત્યે અનાદર જ રહેલો છે. તેને ચૈતન્યસ્વરૂપી આત્મા અને તેના નિર્મળ જ્ઞાન-પરિણમનની ખબર જ નથી.
લોકોને આવી નિશ્ચયની વાત કરી પડે છે, પણ શું થાય? એકાંત થઈ ગયું, એકાંત થઈ ગયું-એમ રાડો પાડે છે, પણ ભાઈ ! આ તો સમ્યક એકાન્ત છે. બાપુ! વીતરાગ ધર્મની વાત જરા ધીરજ રાખીને સાંભળવા જેવી છે, સમજવા જેવી છે. ધર્મ એ કાંઈ બહારની પંડિતાઈનો વિષય નથી, એ તો અંતરની ચીજ છે. અનુભવની ચીજ છે.
કહ્યું નથી કે વસ્તુનો સ્વભાવ તે ધર્મ? અહાહા....! વસ્તુનો સ્વભાવ શુદ્ધ જ્ઞાન અને આનંદ છે. અને તે એનો ત્રિકાળી ધર્મ છે. હવે તે ત્રિકાળીને લક્ષમાં લઈ નિર્મળ જ્ઞાન અને આનંદપણે પરિણમે તેનું નામ પ્રગટ ધર્મ છે. અને ત્રિકાળીનો અનાદર કરીને દયા, દાન, વ્રત, તપ આદિ પુણ્યભાવના પ્રેમમાં રોકાઈ વિકારપણે પરિણમે છે તે સ્વભાવથી વિરુદ્ધ અધર્મ છે, તેને ચૈતન્યસ્વભાવનું પરિણમન હોતું નથી.
અંતરમાં ચૈતન્યમૂર્તિ આનંદનો નાથ ભગવાન આત્મા નિત્ય બિરાજમાન છે. એનું અસ્તિત્વ જેને પોતાપણે ભાસ્યું નથી તેણે કયાંક તો પોતાપણે અસ્તિત્વ માન્યું છે ને! તેણે પર્યાયમાં જે ક્રોધાદિ કષાય છે તેમાં પોતાનું અસ્તિત્વ માન્યું છે. એટલે તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૯
સમયસાર ગાથા ૭૧] સ્વભાવને ભૂલીને ક્રોધાદિ કષાયપણે વિભાવ-સ્વભાવે પરિણમે છે. એનું આ પરિણમન અધર્મ છે.
અત્યારના લોકો મહા ભાગ્યશાળી છે કે આ કાળે આવી વાત તેમને સાંભળવા મળી છે. પ્રભુ! આ તો સર્વજ્ઞ વીતરાગની વાણી છે. સાંભળીને અંતરમાં નિર્ણય કર, તું ન્યાલ થઈ જઈશ. હવે અડધા કલાક પછી ભક્તિ થશે. પણ અહીં કહે છે-ભગવાનની ભક્તિનો જે ભાવ છે તે રાગ છે. એ રાગપણે હું છું એમ જે ભાસે છે તે અધર્મ છે, કેમકે હું આત્મા જ્ઞાનસ્વરૂપી છું એમ એમાં ભાસતું નથી.
પ્રશ્ન:- સમકિતી નિરાફ્સવ છે, તેને રાગ હોય નહિ એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તર- હા, આવે છે. પણ કઈ અપેક્ષાએ? દષ્ટિનો વિષય જે પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એ અપેક્ષાએ જ્ઞાનીને રાગ નથી એમ કહ્યું છે. પરંતુ જ્ઞાનની અપેક્ષાએ જોવામાં આવે તો દશમાં ગુણસ્થાને પણ જ્ઞાનીને સૂક્ષ્મ લોભ-પરિણામ છે. જ્ઞાનધારા અને કર્મધારાસાધકને બન્ને સાથે વહે છે. જ્યારે અજ્ઞાનીને એકલી કર્મધારા, રાગની રુચિના પ્રેમની મિથ્યાત્વધારા જ વહે છે. જ્ઞાનીને એકલી જ્ઞાનધારા છે, પણ સાથે જે સ્વભાવથી વિરુદ્ધ રાગધારા છે તેને તે જાણી લે છે. આ જે રાગધારા છે તેટલું દુઃખ છે, બંધન છે-એમ તે જાણે છે. સમકિતી વિષયના રાગમાં જોડાયો હોય તોપણ તે રાગને જાણવાપણે પરિણમતો, હું રાગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપી જ છું-એમ જ્ઞાનરૂપે જ પરિણમે છે. જ્ઞાની બન્નેને ભિન્ન-ભિન્ન પાડી જ્ઞાનરૂપે પરિણમે છે.
અહાહા ! અંદરમાં આનંદનું ધામ ભગવાન આત્મા છે. એની એક સમયની જ્ઞાનની પર્યાયમાં આખો ધ્રુવ ભગવાન ભાસે, એની એક સમયની શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણાનંદનો નાથ પ્રતીતિમાં આવે-આનું નામ ધર્મ છે. આવા ધર્મસ્વરૂપે જ્ઞાનનું થવું-પરિણમવું તે મોક્ષમાર્ગ છે. પરંતુ જેમને પોતાના ધ્રુવ ચૈતન્ય સ્વભાવનું ભાન નથી તેઓ વર્તમાન રાગની રુચિમાં રોકાઈ જઈને કૃત્રિમ રાગને અનુભવનારા ક્રોધાદિની જ ક્રિયા કરવાવાળા છે, તે સ્વભાવના અભાવરૂપ વિભાવની જ ક્રિયા કરવાવાળા છે. (તેઓ સંસારમાં રખડનારા છે). આવું નગ્ન સત્ય જગતની પરવા કર્યા વિના દિગંબર સંતોએ જાહેર કર્યું છે. કોઈ માનો, ન માનો; સૌ સ્વતંત્ર છે.
આ રીતે આત્મા અને ક્રોધાદિક નિશ્ચયથી એક વસ્તુ નથી. ભાઈ ! જો બન્ને એક હોય તો ભેદજ્ઞાન થતાં જુદી પડે જ કેવી રીતે? પરંતુ આવી સૂક્ષ્મ વાત લોકોને બેસે નહિ એટલે બહારના (વ્રત, તપ, આદિ) વ્યવહારમાં ચઢી જાય અને એનાથી લાભ (ધર્મ) થશે એવું માને પણ એથી તો ધૂળેય ધર્મ નહિ થાય. (પુણ્ય પણ સારા નહીં બંધાય).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
મુંબઈમાં પ્રશ્ન થયેલો કે-આપ આપની લાકડી માથે ફેરવો છો તો લોકો પૈસાદાર થઈ જાય છે-આ વાત બરાબર છે?
ત્યારે કહેલું કે-લાકડી કોઈ ફેરવતું નથી, લાકડી કોઈ ઉપર ફરતી નથી અને લાકડીને લઈને કોઈનું કાંઈ થતું નથી અહાહા...! આ પરમ (તત્ત્વની, ધર્મની ) સત્યની વાત બહાર આવી છે તે સત્સમાગમ કરીને મહિનો બે મહિના ધ્યાનથી સાંભળે ત્યાં એના શુભભાવથી (ઊંચાં ) પુણ્ય બંધાઈ જાય. એ પુણ્યના ફળરૂપે એને બાહ્ય સામગ્રી દેખાય. ભાઈ ! જીવોને જે શુભભાવ થાય તે પણ એના પોતાથી, તથા પુણ્ય બંધાય અને સામગ્રી મળે તે પણ પોતપોતાના કારણે છે. કોઈ કોઈના કારણે નથી તો પછી અમારા કારણે મળે છે કે લાકડીને લઈને મળે છે એ વાત જ કયાં રહે છે? એ વાત બીલકુલ બરાબર નથી. સામગ્રીનું આવવું, ન આવવું એ પુણ્ય-પાપના ઉદયને આધીન છે.
હવે કહે છે- આ પ્રમાણે આત્મા અને આસ્રવોનો વિશેષ (તફાવત ) દેખવાથી જ્યારે આ આત્મા તેમનો ભેદ જાણે છે ત્યારે આ આત્માને અનાદિ હોવા છતાં પણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી એવી (૫૨માં ) કર્તાકર્મની પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે.'
જીઓ ! કર્તાકર્મની પ્રવૃત્તિ જીવને અનાદિથી છે; છતાં તે પ્રવાહપણે-સંતાનપણે અનાદિથી છે માટે ટળી શકે છે. વળી તે અજ્ઞાન વડે ઉત્પન્ન થયેલી છે, સ્વભાવથી નહિ. માટે તે ચૈતન્યસ્વભાવના જ્ઞાન વડે ટળી શકે છે. હું રાગનો કર્તા અને રાગ મારું કર્મ–એવી અનાદિ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિ છે. તે ભેદજ્ઞાન થતાં જીવ એનાથી નિવૃત્ત થાય છે. જ્ઞાનમાં ક્રોધાદિ નથી અને ક્રોધાદિમાં જ્ઞાન નથી એવો બન્નેનો સ્વભાવભેદ અને વસ્તુભેદ જાણીને જ્યાં અંતર્દષ્ટિ સહિત ભેદજ્ઞાન થયું ત્યાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિથી જીવ નિવૃત્ત થાય છે. સંવર અધિકારમાં કળશ આવે છે કે
“ મેવવિજ્ઞાનત: સિદ્ધા: સિદ્ધા યે હિત જેવના अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन ।।
27
મતલબ કે જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે, અને જે કોઈ બંધાયા છે તે ભેદવજ્ઞાનના અભાવથી બંધાયા છે. જીવને અજ્ઞાન અનાદિનું છે. તે વડે કર્તાકર્મની પ્રવૃત્તિ છે. ભેદવિજ્ઞાન થતાં તે કર્તાકર્મપ્રવૃત્તિથી નિવૃત્ત થાય છે.
‘તેની નિવૃત્તિ થતાં અજ્ઞાનના નિમિત્તે થતો પૌદ્ગલિક દ્રવ્યકર્મનો બંધ પણ નિવૃત્ત થાય છે. એમ થતાં, જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે.' આચાર્ય કહે છે કે ક્રોધ અને આત્માનું ભેદવજ્ઞાન થાય ત્યારે તેમના એકપણારૂપ અજ્ઞાન મટી જાય છે, અને નવું કર્મ પણ બંધાતું નથી. આ પ્રમાણે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૧]
[ ૩૧ સિદ્ધ થાય છે. અહીં જ્ઞાન એટલે એકલું (બહારનું) જાણપણું એમ નહિ, પણ રાગથી ભિન્ન પડી સ્વભાવની પ્રતીતિ, સ્વભાવનું જ્ઞાન અને એમાં જ રમણતા એવી જે જ્ઞાનની ક્રિયા તેનાથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે-એટલે કે નવું કર્મ બંધાતું નથી.
* ગાથા ૭૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
ક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે; જ્ઞાનમાં ક્રોધાદિક નથી, ક્રોધાદિકમાં જ્ઞાન નથી. જુઓ! સંવર અધિકારમાં આવે છે કે સ્વભાવ અને વિભાવ બે ભિન્ન ચીજ છે. વિભાવને ઉત્પન્ન થવાનો આધાર આત્મા નથી. અહાહા..! ચિદાનંદઘન-સ્વરૂપ ભગવાન આત્માનું ભાન થતાં એમાં ક્રોધાદિક આવતા નથી. તથા ક્રોધાદિકના પરિણામમાં જ્ઞાન નથી. આમ જ્ઞાન અને ક્રોધાદિક ભિન્ન છે એવું ભેદજ્ઞાન થાય ત્યારે તેમના એકપણાનું અજ્ઞાન મટે છે. અનાદિથી જીવને દયા, દાન, વ્રત, તપ આદિ શુભભાવ અને ભગવાન શુદ્ધ ચૈતન્યસ્વભાવ-એ બન્નેના એકપણારૂપ અજ્ઞાન છે. ભેદવિજ્ઞાન થતાં તેને તે અજ્ઞાન મટે છે અને અજ્ઞાન મટવાથી નવા કર્મનો બંધ થતો નથી. આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ થાય
સંપ્રદાયમાં અમારા ગુરુ શ્રી હીરાચંદજી મહારાજ હતા. તે બહુ જ સરળ, ભદ્રિક સજ્જન હતા. બાહ્ય ક્રિયાઓનું કડક પાલન કરતા. તેમના માટે કોઈક વખત વિચાર આવે કે આવી વાત તેમને સાંભળવા પણ ન મળી! અરે! આ વાત તે વખતે હતી જ નહિ. છ કાયના જીવોની દયા પાળવી અને વ્રત, તપ આદિ બહારની ક્રિયા કરવી એ જ ધર્મ-આવી વાત તે વખતે હતી. ભાઈ ! વીતરાગનો માર્ગ લોકો માને છે. તેનાથી તદ્દન જુદો છે. રાગની ક્રિયા તે ધર્મ નહિ, પણ અંતરના અનુભવની ક્રિયા તે ખરો ધર્મ છે. અહા! આ વાત જેને બેઠી તે માર્ગને પામીને પોતાનું સ્વહિત સાધી લેશે.
[ પ્રવચન નં. ૧૧૮-૧૧૯ * દિનાંક ૭-૭-૭૬ અને ૮-૭-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૭૨
कथं ज्ञानमात्रादेव बन्धनिरोध इति चेत्
णादूण आसवाणं असुचित्तं च विवरीयभावं च। दुक्खस्स कारणं ति य तदो णियत्तिं कुणदि जीवो।।७२।।
ज्ञात्वा आस्रवाणामशुचित्वं च विपरीतभावं च।
दुःखस्य कारणानीति च ततो निवृतिं करोति जीवः।। ७२।। હવે પૂછે છે કે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છેઃ
અશુચિપણું, વિપરીતતા એ આસવોનાં જાણીને, વળી જાણીને દુ:ખકારણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨,
ગાથાર્થઃ- [વાર્] આસવોનું [શુવિત્વે ] અશુચિપણું અને [ વિપરીતભાવ a] વિપરીતપણું [૨] તથા [ દુ:રવચ વારનાનિ તિ] તેઓ દુઃખના કારણ છે એમ [ જ્ઞાત્વા] જાણીને [ નીવડ] જીવ [તત: નિવૃત્તિ] તેમનાથી નિવૃત્તિ [ રોતિ] કરે છે.
ટીકા- જળમાં શેવાળ છે તે મળ છે-મેલ છે; તે શેવાળની માફક આગ્નવો મળપણેમેલપણે અનુભવાતા હોવાથી અશુચિ છે (–અપવિત્ર છે) અને ભગવાન આત્મા તો સદાય
અતિનિર્મળ ચૈતન્યમાત્રસ્વભાવપણે જ્ઞાયક હોવાથી અત્યંત શુચિ જ છે (–પવિત્ર જ છે; ઉજ્વળ જ છે). આગ્નવોને જડસ્વભાવપણું હોવાથી તેઓ બીજા વડે જણાવાયોગ્ય છે (કારણ કે જે જડ હોય તે પોતાને તથા પરને જાણતું નથી, તેને બીજો જ જાણે છે-) માટે તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે; અને ભગવાન આત્મા તો, પોતાને સદાય વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી, પોતે જ ચેતક (-જ્ઞાતા) છે (–પોતાને અને પરને જાણે છે–) માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો જ છે (અર્થાત્ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો નથી). આગ્નવો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખનાં કારણો છે; અને ભગવાન આત્મા તો, સદાય નિરાકુળતા-સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમ જ કોઈનું કારણ નહિ હોવાથી, દુઃખનું અકારણ જ છે (અર્થાત દુઃખનું કારણ નથી). આ પ્રમાણે વિશેષ (–તફાવત) દેખીને
જ્યારે આ આત્મા, આત્મા અને આસ્રવોનો ભેદ જાણે છે તે જ વખતે ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્ત થાય છે, કારણ કે તેમનાથી જે નિવર્તતો ન હોય તેને આત્મા અને આસવોના પારમાર્થિક (સાચા) ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી. માટે ક્રોધાદિક આસ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૨]
[ ૩૩ છે એવા જ્ઞાનમાત્રથી જ, અજ્ઞાનથી થતો જે પીગલિક કર્મનો બંધ તેનો નિરોધ થાય છે.
વળી, જે આ આત્મા અને આસ્સવોનું ભેદજ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે? જો અજ્ઞાન છે તો આત્મા અને આસ્રવોના ભેદજ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ. અને જો જ્ઞાન છે તો (તે જ્ઞાન) આસ્રવોમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવત્યું છે? જો આસ્રવોમાં પ્રવર્તે છે તોપણ આત્મા અને આગ્નવોના અભેદજ્ઞાનથી તેની કોઈ વિશેષતા ન થઈ. અને જો આસ્રવોથી નિવર્યું છે તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો કેમ ન કહેવાય ? ( સિદ્ધ થયો જ કહેવાય.) આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો અંશ એવા ક્રિયાનયનું ખંડન થયું. વળી જે આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન છે તે પણ જો આસ્રવોથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી એમ સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવા (એકાંત) જ્ઞાનનયનું પણ ખંડન થયું.
ભાવાર્થ:- આસ્રવો અશુચિ છે, જડ છે, દુઃખનાં કારણ છે અને આત્મા પવિત્ર છે, જ્ઞાતા છે, સુખસ્વરૂપ છે. એ રીતે લક્ષણભેદથી બન્નેને ભિન્ન જાણીને આસ્રવોથી આત્મા નિવૃત્ત થાય છે અને તેને કર્મનો બંધ થતો નથી. આત્મા અને આસ્રવોનો ભેદ જાણ્યા છતાં જો આત્મા આસ્રવોથી નિવૃત્ત ન થાય તો તે જ્ઞાન જ નથી, અજ્ઞાન જ છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે અવિરત સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી પ્રકૃતિઓનો તો આસ્રવ નથી થતો પણ અન્ય પ્રકૃતિઓનો તો આસ્રવ થઈને બંધ થાય છે, તેને જ્ઞાની કહેવો કે અજ્ઞાની ? તેનું સમાધાનઃસમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાની જ છે કારણ કે તે અભિપ્રાયપૂર્વકના આસ્રવોથી નિવર્યો છે. તેને પ્રકૃતિઓનો જે આસ્રવ તથા બંધ થાય છે તે અભિપ્રાયપૂર્વક નથી. સમ્યગ્દષ્ટિ થયા પછી પરદ્રવ્યના સ્વામિત્વનો અભાવ છે; માટે, જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તેના ઉદય અનુસાર જે આસ્રવ-બંધ થાય છે તેનું સ્વામીપણું તેને નથી. અભિપ્રાયમાં તો તે આસ્રવ-બંધથી સર્વથા નિવૃત્ત થવા જ ઇચ્છે છે. તેથી તે જ્ઞાની જ છે.
જ્ઞાનીને બંધ થતો નથી એમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે:- મિથ્યાત્વસંબંધી બંધ કે જે અનંત સંસારનું કારણ છે તે જ અહીં પ્રધાનપણે વિવક્ષિત (કહેવા ધારેલો) છે. અવિરતિ આદિથી બંધ થાય છે તે અલ્પ સ્થિતિ-અનુભાગવાળો છે, દીર્ઘ સંસારનું કારણ નથી; તેથી તે પ્રધાન ગણવામાં આવ્યો નથી. અથવા તો આ પ્રમાણે કારણ છે – જ્ઞાન બંધનું કારણ નથી. જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હતો ત્યાં સુધી તે અજ્ઞાન કહેવાતું હતું અને મિથ્યાત્વ ગયા પછી અજ્ઞાન નથી, જ્ઞાન જ છે. તેમાં જે કાંઈ ચારિત્રમોહ સંબંધી વિકાર છે તેનો સ્વામી જ્ઞાની નથી તેથી જ્ઞાનીને બંધ નથી;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ ]
પ્રવચન રત્નાકર ભાગ-૪ (માલિની) परपरिणतिमुज्झत् खण्डयनेदवादानिदमुदितमखण्डं ज्ञानमुच्चण्डमुच्चैः। ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्ते
रिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः।। ४७।। કારણ કે વિકાર કે જે બંધરૂપ છે અને બંધનું કારણ છે, તે તો બંધની પંક્તિમાં છે, જ્ઞાનની પંક્તિમાં નથી. આ અર્થના સમર્થનરૂપ કથન આગળ જતાં ગાથાઓમાં આવશે.
અહીં કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [પરંપરિતિમ્ ૩ ] પરપરિણતિને છોડતું, [ મેવાવાન વન્ડયન્] ભેદનાં કથનોને તોડી પાડતું, [ટ્રમ્ નવમ્ બ્લડુમ્ જ્ઞાનમ્] આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન [૩ન્વે: હેવિતમૂ ] પ્રત્યક્ષ ઉદય પામ્યું છે, [ નનુ] અહો! [ફેદ ] આવા જ્ઞાનમાં [ ર્તુર્મપ્રવૃતેઃ] (પરદ્રવ્યનાં) કર્તાકર્મની પ્રવૃત્તિનો [5થમ્ સવાશ:] અવકાશ કેમ હોઈ શકે? [વા] તથા [ પૌત્ન: »ર્મવલ્થ:] પૌદ્ગલિક કર્મબંધ પણ [થે ભવતિ] કેમ હોઈ શકે? (ન જ હોઈ શકે.).
(શેયોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસમાં આવતા હતા તેમનાથી રહિત જ્ઞાનમાત્ર આકાર હવે અનુભવમાં આવ્યો તેથી
અખંડ” એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે. મતિજ્ઞાન આદિ જે અનેક ભેદો કહેવાતા હતા તેમને દૂર કરતું ઉદય પામ્યું છે તેથી “ભેદનાં કથનોને તોડી પાડતું” એમ કહ્યું છે. પરના નિમિત્તે રાગાદિરૂપ પરિણમતું હતું તે પરિણતિને છોડતું ઉદય પામ્યું છે તેથી “પપરિણતિને છોડતું” એમ કહ્યું છે. પરના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમતું નથી, બળવાન છે તેથી અત્યંત પ્રચંડ” કહ્યું છે. )
ભાવાર્થ- કર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિથી હતો. હવે જ્યારે ભેદભાવને અને પરપરિણતિને દૂર કરી એકાકાર જ્ઞાન પ્રગટ થયું ત્યારે ભેદરૂપ કારકની પ્રવૃત્તિ મટી; તો પછી હવે બંધ શા માટે હોય? અર્થાત્ ન હોય. ૪૭.
સમયસાર ગાથા ૭૨ : મથાળું હવે પૂછે છે કે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે? રાગથી ભિન્ન પડતાં જેને આત્માનું જ્ઞાન થયું તેને બંધ અટકી જાય છે એ કેવી રીતે છે? અહાહા! શિષ્ય જિજ્ઞાસાથી પૂછે છે કે જેને આત્માનું જ્ઞાન થયું, શ્રદ્ધાન થયું, એની સ્થિરતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭ર]
[ ૩૫ રમણતા થઈ, આનંદ આવ્યો અર્થાત અનંત ગુણ જે શક્તિરૂપે વિધમાન છે તે પર્યાયમાં અંશે વ્યક્ત-પ્રગટ થયા તેને બંધનો નિરોધ થાય છે તે કેવી રીતે છે? એના ઉત્તરરૂપે ગાથા કહે છે:
* ગાથા ૭૨ : ટીકા ઉપરનું પ્રવચન * જળમાં સેવાળ છે તે મળ છે-મેલ છે; તે શેવાળની માફક આગ્નવો મળપણે-મેલપણે અનુભવાતા હોવાથી અશુચિ છે (અપવિત્ર છે)” જુઓ! “આગ્નવો”—એમ બહુવચન છે. એટલે પાપ અને પુણ્યના બને ભાવો મળપણે-મલિનપણે અનુભવાય છે માટે અશુચિ છે. આ રીતે દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવ આસ્રવ છે અને માટે તે અશુચિ છે, મેલ
0
હાડકાં, ચામડાં અને માંસનું માળખું એવું જે શરીર તે અશુચિ છે એ વાત તો બાજુએ રહી, તથા પાપભાવ અશુચિ છે એ પણ સૌ કહે છે; અહીં તો કહે છે કે દયા, દાન, વ્રત, આદિ જે પુણ્યના ભાવ થાય છે તે અશુચિ છે, અપવિત્ર છે. અહાહા...! જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવ મલિન છે એમ અહીં કહે છે. શુભભાવમાં ધર્મ માનનારા અજ્ઞાનીઓને આકરી લાગે એવી વાત છે, પણ સ્વરૂપનો આસ્વાદી જ્ઞાની પુરુષ તો શુભભાવો-પુણ્યભાવોને મલિન જાણે છે, અને તેથી હેય માને છે.
રાગની ગમે તેવી મંદતાના શુભ પરિણામ હોય પણ તે મેલા છે, અશુચિ છે, ઝેરરૂપ છે. શાસ્ત્રમાં કોઈ જગાએ તેને અમૃતરૂપ કહ્યા હોય પણ તે વાસ્તવિકપણે ઝેર જ છે. અમૃતનો સાગર ભગવાન આત્મા છે. એનો સ્વાદ જેને અંતરમાં આવ્યો, ધર્મી જીવને જે રાગની મંદતાના પરિણામ હોય તેને આરોપ કરીને વ્યવહારથી અમૃત કહ્યા છે, તોપણ નિશ્ચયથી તે ઝેર છે; અશુચિ છે; અપવિત્ર છે.
“અને ભગવાન આત્મા તો સદાય અતિનિર્મળ ચૈતન્યમાત્ર-સ્વભાવપણે જ્ઞાયક હોવાથી અત્યંત શુચિ જ છે (–પવિત્ર જ છે; ઉજ્વળ જ છે).' આચાર્યદવે આત્માને ભગવાન આત્મા’-એમ કહીને સંબોધન કર્યું છે.
પ્રશ્ન:- શું તે હુમણાં પણ ભગવાન છે?
ઉત્તર- હ, તે હમણાં પણ ભગવાન છે અને ત્રણે કળે ભગવાન છે. જો ભગવાન (શક્તિએ) ન હેય તો ભગવાનપણું પ્રગટશે કયાંથી? “સદાય” એમ કહ્યું છે ને?
અહાહા..! આચાર્યદવ એને “ભગવાન આત્મા”—એમ કહીને મોહની નિદ્રામાંથી જગાડે છે. જેમ માતા પોતાના બાળકને ઘોડિયામાં સુવાડીને તેનાં વખાણ કરીને ઉંઘાડ છે. “દીકરો મારો ડાહ્યો અને પાટલે બેસી નાહ્યો, ભાઈ, હાલા!”—એમ મીઠાં હાલરડાં ગાઈને માતા બાળકને ઉઘાડી દે છે; તેમ અહીં સંતો એને “ભગવાન આત્મા’ કહીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ જગાડે છે. જાગ રે જાગ ભગવાન! જાગવાનાં હવે ટાણાં આવ્યાં ત્યારે નિંદર પાલવે નહિ. આમ મીઠાં હાલરડાં ગાઈને જિનવાણી માતા અને મોહનિદ્રામાંથી જગાડે છે.
પુણ્ય અને પાપના ભાવ તો મલિન છે અને ભગવાન આત્મા તો સદાય અતિનિર્મળ છે. સદાય એટલે ત્રણેય કાળ આત્મા અતિનિર્મળ છે. એકેન્દ્રિય-નિગોદમાં હો કે પંચેન્દ્રિયમાં હો, વસ્તુ જે દ્રવ્ય છે એ તો ત્રિકાળ નિર્મળાનંદ ચૈતન્યમય પ્રભુ જ છે. અહીં નિર્મળ ન કહેતાં અતિનિર્મળ કહ્યો છે. એટલે આત્મા-દ્રવ્ય નિર્મળ, તેના ગુણ નિર્મળ અને તેની કારણપર્યાય પણ નિર્મળ એમ ત્રણે કાળે આત્મા અતિનિર્મળ છે. અહાહા..! પવિત્રતાના સ્વભાવથી ભરેલો, નિર્મળાનંદનો નાથ, ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા સદાય અતિનિર્મળ છે, પવિત્ર છે. જાણગ-જાણગ-જાણગ-એમ જાણગસ્વભાવપણે જ્ઞાયક હોવાથી તે અત્યંત પવિત્ર જ છે, ઉજ્વળ જ છે. તેનું સ્વરૂપ જ આવું
આસ્રવો કહેતાં પુણ્ય-પાપ બને એમાં આવી જાય છે. સાત તત્ત્વમાં જે આસ્રવ તત્ત્વ કહ્યું છે તેમાં પુણ્ય-પાપ ગર્ભિત છે. નવ તત્ત્વ કહ્યાં છે ત્યાં પુણ્ય-પાપને જુદા પાડીને નવ કહ્યાં છે. જ્ઞાનીને શુભાશુભ બને ભાવ આવે છે, પરંતુ તેને એનું જ્ઞાનમાં ભિન્નપણે જ્ઞાન વર્તે છે. અહાહા ! અતિનિર્મળ નિજ ચૈતન્યસ્વભાવનો અનુભવ કરનાર જ્ઞાની શુભાશુભભાવોને, પુણ્ય-પાપના ભાવોને મેલપણે જાણે છે. પુણ્યના ભાવને પણ તે છોડવા યોગ્ય, હેય જાણે છે, માને છે.
જુઓ! શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી હતા. તેમને હજારો રાણીઓ હતી. હજારો રાજાઓ તેમની સેવા કરતા. અપાર વૈભવ હતો. પુરુષાર્થની નબળાઈને કારણે વિષયોની પ્રવૃત્તિ પણ હતી. છતાં તે વખતે આત્મા આસવોથી ભિન્ન છે એવું તેમને ભેદજ્ઞાન વર્તતું હતું. ચારિત્રનો દોષ હતો તે જ વખતે હું એનાથી (દોષથી) ભિન્ન છું એવું ભાન હતું. અહહ...! રાગથી ભિન્ન હું તો વિજ્ઞાનઘન સ્વરૂપ અતિનિર્મળ છું એવું જે ભાન થયું હતું તે ક્ષણમાત્ર પણ તેમને ખસતું નહોતું. ધર્મી જીવને આવી જે અંતરંગમાં ભેદજ્ઞાનની ક્રિયા વર્તે છે તેનાથી બંધનો સહજ નિરોધ થાય છે. લ્યો, આ એક બોલ થયો.
હવે બીજો બોલ કહે છે-“આગ્નવોને જડસ્વભાવપણું હોવાથી તેઓ બીજા વડે જણાવા યોગ્ય છે માટે તેઓ ચૈતન્યથી અન્યસ્વભાવવાળા છે.” શુભરાગ હો કે અશુભરાગ હો; તે બને અચેતન છે. તે નથી જાણતા પોતાને કે નથી જાણતા પરને. તેઓ બીજા વડે જણાવા યોગ્ય છે. ગજબ વાત છે! જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય કે જે ભાવે ઇન્દ્રાદિ પદ મળે તે ભાવ જડ, અચેતન છે; અન્યથા એનાથી બંધ કેમ થાય? પુણ્ય-પાપના ભાવમાં ચૈતન્યના પ્રકાશનું નૂર નથી, એમાં જ્ઞાનનું કિરણ નથી. પુણ્ય-પાપના ભાવ તો અંધકાર છે. દયા, દાન, ભક્તિ આદિ પરિણામ અંધકાર છે, ચૈતન્યથી શૂન્ય છે, તેઓ સ્વ-પરને જાણતા નથી પણ તેઓ ચૈતન્યદ્વારા જણાય છે. માટે તેઓ ચૈતન્યથી અન્યસ્વભાવવાળા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૨]
[ ૩૭ શત્રુંજયના પહાડ ઉપર પાંચ પાંડવ મુનિરાજો ધ્યાનમાં લીન હતા. તેમને દુર્યોધનના ભાણેજ દ્વારા જ્યારે પરિષહ આવી પડયો ત્યારે ધર્મરાજા યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ એ ત્રણે વિકલ્પ તોડીને સ્વરૂપમાં ઠરી ગયા અને મોક્ષ સાધી લીધો; પરંતુ સહદેવ અને નકુળ મુનિરાજોને જરીક વિકલ્પ ઉઠયો કે અરે! મુનિવરોને આવો ઉપસર્ગ! લોઢાનાં ધગધગતાં ઘરેણાં પહેરાવ્યાં! અરે, એ મુનિવરોને કેમ હુશે? આ વિકલ્પના ફળમાં એ બે મુનિવરોને ૩૩ સાગરોપમનું સર્વાર્થસિદ્ધિનું આયુષ્ય બંધાઈ ગયું. એટલું કેવળજ્ઞાન દૂર ગયું. જુઓ આ વિકલ્પનું ફળ! ત્યાંથી નીકળીને મનુષ્ય થઈ ઉગ્ર સાધન કરીને મોક્ષપદ પામશે. અહીં કહે છે કે આવો સાધર્મી મુનિઓ પ્રત્યેનો શુભ વિકલ્પ જે ઊયો તે જડ, અચેતન છે. સંયોગીભાવ છે ને? એનાથી સંયોગ જ પ્રાપ્ત થયો (આત્મોપલબ્ધિ ન થઈ ). એનાથી-શુભ વિકલ્પથી પુણનાં જડ રજકણો બંધાયા માટે તે જડ, અચેતન છે, ચૈતન્યથી અન્યસ્વભાવવાળા છે.
“અને ભગવાન આત્મા તો, પોતાને સદાય વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી, પોતે જ ચેતક ( જ્ઞાતા) છે માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો જ છે.”
આત્મા સદાય વિજ્ઞાનઘનસ્વભાવી છે. વિજ્ઞાનઘન એટલે જ્ઞાનનો ઘનપિંડ છે, નિબીડ, નકોર છે. ત્રણેકાળ એવો નકોર છે કે એમાં પરનો કે રાગનો પ્રવેશ થઈ શક્તો નથી. વિજ્ઞાનઘનસ્વભાવપણે હોવાથી પોતે જ ચેતક-જ્ઞાતા છે, પોતાને અને પરને જાણે છે. પોતાનો વિજ્ઞાનઘનસ્વભાવ હોવાથી પોતાને જાણે છે અને જે રાગ થાય તેને પણ જાણે છે. અહાહા! પર પદાર્થના અનંત ભાવોને જાણવા છતાં પરનો અંશ પણ પ્રવેશી ન શકે એવો તે વિજ્ઞાનઘનરૂપ નિબીડ છે.
આવો વિજ્ઞાનઘન સ્વરૂપ આત્મા પોતે જ ચેતક છે તેથી શુદ્ધ ચૈતન્યથી અનન્ય એકરૂપ સ્વભાવવાળો છે; જ્યારે રાગાદિ વિકાર પોતે પોતાને અને પરને નહિ જાણતા એવા જડ, અચેતન હોવાથી ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો છે. આ પ્રમાણે ભેદજ્ઞાન કરીને શુદ્ધ ચૈતન્યના લક્ષે પરિણમતાં જે જ્ઞાન થાય છે એનાથી કર્મબંધન અટકે છે. આમ જ્ઞાનમાત્રભાવે પરિણમવું એ જ બંધન અટકાવવાનો એકમાત્ર ઉપાય છે.
પ્રશ્ન:- આમાં પચ્ચકખાણ તો આવ્યું નહિ? તો પછી બંધન કેમ અટકે?
ઉત્તર:- અરે ભાઈ ! તને પચ્ચકખાણના સ્વરૂપની ખબર નથી. જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન થતાં શુદ્ધ ચૈતન્યના લક્ષે જે સ્વરૂપનાં શ્રદ્ધાન અને જ્ઞાન પ્રગટ થયાં અને જે અંશે સ્વરૂપમાં સ્થિરતા થઈ એ જ વાસ્તવિક પચ્ચકખાણ છે. સમ્યકત્વ થતાં મિથ્યાત્વ સંબંધીનો અને અનંતાનુબંધીનો બંધ તો એને થતો જ નથી. અને જે અલ્પ બંધ થાય છે તે ગૌણ છે. ભેદજ્ઞાનના બળે સ્વરૂપસ્થિરતા વધારતાં તેનો પણ અલ્પ કાળમાં નાશ થઈ જાય છે. અજ્ઞાની બાહ્ય ત્યાગસંબંધી શુભભાવને પચ્ચકખાણ માને છે. પરંતુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ ભાઈ! શુભભાવ તો ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો છે, અચેતન છે, બંધરૂપ છે. એનાથી બંધન કેમ અટકે ? ( ન અટકે ). માટે શુદ્ધ ચૈતન્યના લક્ષે થતું જ્ઞાનમાત્ર પરિણમન એ જ બંધન અટકાવવાનો-મુક્તિનો ઉપાય છે.
ધર્મીને તો નિરંતર ભેદજ્ઞાનનો વિચાર રહે છે કે-હું સદાય વિજ્ઞાનઘનસ્વભાવમય છું, આ શુભભાવરૂપ વિભાવો છે તે મારું સ્વરૂપ નથી, કેમકે તેઓ જડના નિમિત્તે ઉત્પન્ન થયેલા છે અને સ્વપરને જાણવા સમર્થ નથી માટે જડ, અચેતન છે, ચૈતન્યથી અન્યસ્વભાવવાળા છે. આવા ભેદજ્ઞાનના બળે તે અંતરમાં સ્વરૂપસ્થિરતા વધારીને અંતિમ લક્ષ્ય જે કેવળજ્ઞાન તેને પ્રાપ્ત કરી લે છે. અહો ! ભેદજ્ઞાનનો કોઈ અપૂર્વ મહિમા છે! ભેદજ્ઞાનના અભાવે અજ્ઞાની અનંતો સંસાર વધારે છે. બે બોલ થયા.
હવે ત્રીજો બોલ કહે છે-“આવો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુ:ખનાં કારણો છે.” પુણ્ય-પાપના ભાવ બન્ને આકુળતા ઉપજાવનારા છે. આ દયા, દાન આદિ શુભભાવ જે થાય તે આકુળતા ઉપજાવનારા છે. આકરી વાત, ભાઈ. પણ તે એમ જ છે. જે ભાવથી તીર્થંકરનામકર્મ બંધાય તે ભાવ આકુળતા ઉપજાવનારો હોવાથી દુ:ખનું કારણ છે એમ અહીં કહે છે. ભાવપાહુડમાં શુભભાવની-વ્યવહારની ઘણી વાતો આવે છે. આવી ભાવના ભાવતાં તીર્થકરગોત્ર બંધાય ઇત્યાદિ ઘણા બોલ છે. પચીસ પ્રકારની ભાવના અને બાર પ્રકારની ભાવના-એમ ઘણા પ્રકારે ત્યાં વાત કરેલી છે. એ તો સ્વભાવની દષ્ટિ હોવા છતાં પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી ભૂમિકા અનુસાર ધર્મી જીવને શુભભાવ કેવા પ્રકારનો આવે છે એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. અશુભભાવ આવે તો શુભભાવ કેમ ન આવે? અનેક પ્રકારના શુભભાવ જ્ઞાનીને આવે છે, પણ તે આકુળતા ઉપજાવનારા છે એમ અહીં કહે છે.
અતિચાર રહિત નિર્દોષ વ્રત પાળવાં, દયા, દાન, ભક્તિ ઇત્યાદિ કરવાં-એમ વ્યવહારનાં કથન શાસ્ત્રોમાં અનેક પ્રકારે આવે, પણ એ તો ભૂમિકા પ્રમાણે ધર્મીને જે શુભરાગ આવે છે-આવ્યા વિના રહેતા નથી એની એ વાત છે. અહીં કહે છે કે જેટલા શુભઅશુભ ભાવના પ્રકારો છે તે બધા દુઃખનાં કારણો છે કેમકે તે આકુળતા ઉપજાવનારા છે. આત્માની શાંતિને રોકનારા છે.
પદ્મનંદી મુનિરાજ વનવાસી મુનિ હતા. તેઓ દાન અધિકારમાં કહે છે કે-તારી શાન્તિ ઘઝીને આ શુભભાવ થયા છે. તેને લઈને જે પુણ્યરૂપી ઉકડિયા બંધાયા તેના ફળમાં આ પાંચ-પચાસ લાખની ધૂળ (સંપત્તિ)નો સંયોગ તને દેખાય છે. તેનો જે સારા ધાર્મિક કાર્યોમાં ઉપયોગ ન કર્યો તો તું કાગડામાંથી પણ જઈશ. કમકે કગો પણ એને મળેલા દાઝેલી ખીચડના ઉકડિયા એકલો ખાતો નથી, પણ કા, કા, કા–એમ પોકારી પાંચ-પચીસ કાગડાઓને ભેગા કરીને ખાય છે. આવાં કથન શાસ્ત્રમાં આવે છે. ત્યાં લોભ આદિ અશુભભાવ ઘટાડીને શુભભાવ કરવા પૂરતી વાત છે. પણ એ છે તો દુઃખરૂપ જ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૨ ]
[ ૩૯
પ્રશ્ન:- તો એ શુભભાવ કરવા એમ કેમ કહ્યું ?
ઉત્તર:- ભાઈ ! કરવાની તો વાત જ નથી. પરંતુ એ તો ઉપદેશની શૈલીનું થન છે. વાસ્તવમાં તો અશુભથી બચવા ધર્મી જીવને એવા શુભભાવ યથાસંભવ આવે છે એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. જેને શુદ્ધ નિશ્ચયનું ભાન વર્તે છે, પણ સ્વરૂપમાં ઠરી શક્તો નથી એને અશુભથી બચવા એવા શુભભાવ આવે છે, બલ્કે આવ્યા વિના રહેતા નથી. પરંતુ એ શુભભાવ આત્માની શાન્તિને દઝાડનારા છે, દુઃખનાં કારણ છે એમ અહીં આચાર્યદેવ કહે છે.
ભગવાન કુંદકુંદાચાર્યદેવ સમયસારની પહેલી ગાથામાં કહે છે કે હું શ્રોતાઓ! હું તમને સમયસાર કહીશ. પાંચમી ગાથામાં કહે છે કે એકત્વ-વિભક્ત આત્માને બતાવવાનો મેં વ્યવસાય કર્યો છે, તેને તું (સાંભળીને) અનુભવથી પ્રમાણ કરજે, જ્યારે પરમાત્મપ્રકાશમાં આવે છે કે-દિવ્યધ્વનિથી જ્ઞાન ન થાય. જુઓ! આ (સત્ય) સિદ્ધાંત છે. છતાં સાંભળવા આવે ત્યારે જ્ઞાનીઓ શ્રોતાને-શિષ્યને એમ કહે કે–સાંભળ, હું તને ધર્મકથા સંભળાવું છું. ધવલમાં પણ આવે છે કે–‘ સૂણ ' આ શબ્દનો ત્યાં વિસ્તારથી અર્થ કર્યો છે. જુઓ! એક બાજુ એમ (સિદ્ધાંત ) કહે કે ભગવાનની વાણીથી લાભ ન થાય અને બીજી બાજુ એમ કહે કે અમે કહીએ છીએ તે સાંભળ! વળી કેટલાક એમ કહે છે કે-કથની કાંઈક અને કરણી કાંઈક. એટલે કે કાર્ય ઉપાદાનથી થાય એમ કથની કરે અને નિમિત્ત વડે ઉપાદાનમાં લાભ થાય એવી કરણી કરે, એમ કે લાખોનું મંદિર બંધાવે, ઘણા માણસોને ભેગા કરી ઉપદેશ આપે અને કહે કે કાર્ય ઉપાદાનથી થાય, નિમિત્તથી ન થાય. આ કેવી વાત !
અરે પ્રભુ! તારી સમજણમાં ફેર છે. ઉપાદાન અને નિમિત્ત બંને સ્વતંત્ર સ્વયં પોતપોતાનું કામ કરે છે, કોઈ કોઈને આધીન નથી. આ તો સિદ્ધાંત છે. અને ધર્મીને યથાક્રમ ઉપદેશનો રાગ આવે અને શિષ્યને તે સાંભળવાનો વિકલ્પ હોય-આવો ભૂમિકાનુસાર યથાસંભવ શુભરાગ-વ્યવહાર આવતો હોય છે, પણ એકથી બીજાનું કાર્ય થાય છે એમ નથી. અહીં કહે છે કે આ જે ભગવાનની વાણી કહેવાનો કે સાંભળવાનો વિકલ્પ છે તે આકુળતા ઉપજાવનારો છે. બાપુ! આ કાંઈ ખેંચતાણનો માર્ગ નથી, આ તો સત્યને સમજવાનો માર્ગ છે. જ્યાં જે અપેક્ષા હોય તે અપેક્ષા બરાબર સમજી અર્થ ગ્રહણ કરવો જોઈએ.
આસ્રવો આકુળતા ઉપજાવનારા હોવાથી દુ:ખનાં કારણો છે; ‘અને ભગવાન આત્મા તો, સદાય નિરાકુળ-સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમ જ કોઈનું કારણ નહિ હોવાથી, દુ:ખનું અકારણ જ છે.'
જુઓ ! શુભભાવથી સ્વર્ગ મળે અને અશુભભાવથી નદિ મળે. પણ બંને ભાવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ છે તો બંધરૂપ જ, દુઃખરૂપ જ. તેથી પુણ્યભાવ છોડીને પાપમાં પ્રવર્તવું એમ વાત નથી. પરંતુ પુણ્યભાવ કરતાં કરતાં ધર્મ થશે એમ કોઈ માને તો તે યથાર્થ નથી. પુણ્યભાવ પણ દુઃખરૂપ જ છે એમ યથાર્થ સમજવું. દુઃખનું કારણ નથી એવો તો એક ભગવાન આત્મા જ છે. અહાહા...! ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ સદાય-ત્રણે કાળ નિરાકુળસ્વભાવ છે. એ કોઈનું કારણ નથી, કોઈનું કાર્ય પણ નથી.
અહાહા..આત્મામાં એક અકાર્યકારણત્વ નામની શક્તિ છે. આ શક્તિના કારણે આત્મા અન્યનું કાર્ય નથી. એટલે આત્મા, અનાકુળ આનંદનો નાથ પ્રભુ કોઈથી ઉત્પન્ન નથી એવો સ્વતઃસિદ્ધ છે. વળી આ શક્તિના કારણે આત્મા કોઈનું કારણ નથી. એટલે પુણ્ય-પાપ આદિ ભાવોને આત્માએ ઉત્પન્ન કર્યા છે એમ નથી. અહાહા.પર્યાયમાં જે રાગ થાય, પુણ્ય-પાપના ભાવો થાય એનું આત્મા કારણ પણ નથી અને કાર્ય પણ નથી. “જૈન તત્ત્વમીમાંસા' માં આવે છે કે ઉપાદાનની જે ઉપાદેય પર્યાય થાય છે તે પૂર્વના કારણના ક્ષયથી થાય છે. ત્યાં એમ લીધું છે કે ઉપાદાનકારણ વર્તમાન, અને એનું કાર્ય તે પછીની ઉત્તર પર્યાય. આ પણ વ્યવહારથી વાત કરી છે. બાકી તો સમય-સમયનું ઉપાદાન સ્વયંસિદ્ધ પોતાથી છે, નિમિત્તના કારણે નહિ, પૂર્વના (પૂર્વ પર્યાયના) કારણે નહિ અને પોતાના દ્રવ્યગુણના કારણે પણ નહિ. અહો ! આવું સત્ સ્વયં નિજ સમૃદ્ધિથી ભરેલું છે.
પ્રશ્ન:- નિમિત્તથી કાંઈ થતું નથી તો આપ સમયસાર શું કામ વાંચો છો? પદ્મપુરાણ વાંચો ને? સમયસારના નિમિત્તથી કાંઈક વિશેષ લાભ છે એમ જ ને?
ઉત્તરઃ- ભાઈ ! એમ નથી. વાંચતી વખતે કે સાંભળતી વખતે જે જ્ઞાનની પર્યાય થાય છે તે પોતાને લઈને સ્વયં પોતાથી થાય છે, નિમિત્તને લઈને નહિ. જ્ઞાનની પર્યાયના ઉત્પાદનો સ્વકાળ છે, એની નિજક્ષણ છે એટલે તે પર્યાય સ્વતંત્રપણે પોતાથી ઉત્પન્ન થાય
ભાઈ ! આ તો વીતરાગ પરમેશ્વર જિનેશ્વરદેવના દરબારની વાતો છે. ભગવાનની દિવ્યધ્વનિ છૂટી તે જીવોનો ઉપકાર કરે છે એમ કથન આવે છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં (અધિકાર ૮માં) આવે છે કે તીર્થંકર-ગણધરાદિ મોક્ષમાર્ગનો ઉપદેશ આપી જીવો ઉપર ઉપકાર કરે છે. આવાં કથનો વ્યવહારથી કહેવામાં આવે છે. બાકી કોઈ કોઈનો ઉપકાર કરે એ વાત વસ્તુના સ્વરૂપમાં નથી. જે અપેક્ષા શાસ્ત્રમાં કથન આવે તેનો ભાવ બરાબર સમજવો જોઈએ
સમયસાર શાસ્ત્રના કળશ ૪૩માં આચાર્યદવ આશ્ચર્ય અને ખેદ પ્રગટ કરી કહે છે કેઅરેરે ! અજ્ઞાનીને સ્વપરના એકપણાની ભ્રાન્તિ કેમ નાચે છે? અહા ! કયાં રાગ-દુ:ખનો કૂવો અને કયાં ભગવાન આનંદનો નાથ! છતાં બંનેને એક માનવાનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[
૪૧
સમયસાર ગાથા ૭૨ ] મોહ તને કેમ નાચે છે? આવો નિસ્પૃહ કષ્ણાનો વિકલ્પ જ્ઞાનીને આવે છે, પણ તેને તે દુ:ખનું કારણ જાણે છે. નિત્ય અનાકુળસ્વભાવી એક આત્મા જ દુઃખનું અકારણ છે. અનાકુળસ્વરૂપ નિત્યાનંદ પ્રભુ રાગનું આકુળતાનું કારણ કેમ થાય? તે રાગનું આકુળતાનું કાર્ય કેમ કરે ? અને પરને કારણે બનાવી પોતાના કાર્ય કેમ કરે? અહાહા... અકાર્યકારણશક્તિ વડે તે પરનું કારણ પણ નથી અને પરનું કાર્ય પણ નથી.
ત્યારે વળી કોઈ કહે છે કે આત્માને પર પદાર્થનો કર્તા ન માને તે દિગંબર નથી. અરે પ્રભુ! આ તું શું કહે છે? પ્રભુ! તને આ શું થયું છે? અરે! પરમાગમની આવી સ્પષ્ટ વાત તારા લક્ષમાં કેમ આવતી નથી? અરે ! દુઃખના ઊંડા કૂવામાં દુઃખથી ઘેરાયેલા તને સંતો દુઃખથી મુક્ત થવાનો અલૌકિક માર્ગ બતાવે છે તે તને કેમ બેસતો નથી? ભાઈ ! રાગનો આકુળતારૂપ ભાવ પર્યાયની યોગ્યતાના કાળે સ્વયંસિદ્ધ પોતાને લઈને થાય છે. આત્મા તેનું કારણ નથી. વ્યવહારરત્નત્રયનો શુભરાગ પણ આકુળતાજનક છે. ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા એનું કારણ કેમ થાય? એ દુ:ખરૂપ ભાવ તે ત્રિકાળી આત્માનું કાર્ય કેમ હોય? શું આનંદના નાથનું કાર્ય કાંઈ દુઃખ હોય? કદી ન હોય. અહાહા ! આનંદના નાથનું કાર્ય પણ આનંદ જ હોય.
પર્યાયમાં જે આનંદ આવ્યો છે તે અંદર આનંદ (સ્વભાવ) પડયો છે ત્યાંથી આવ્યો છે. રાગની મંદતાને લઈને આનંદ આવ્યો છે એમ બીલકુલ નથી. વ્યવહાર કારણ અને નિશ્ચય કાર્ય-એ વાતની અહીં સ્પષ્ટ ના પાડે છે. ભાઈ ! માંડ આવી (શુદ્ધ તત્ત્વની) વાત બહાર આવી છે તો સાચી શ્રદ્ધા તો કર. ચારિત્રનો દોષ ભલે હો, પણ શ્રદ્ધામાં તો આ વાત હર્ષભેર સ્વીકાર. આ સમજ્યા વિના એક ડગલુંય ધર્મપંથે નહિ જવાય.
આત્મા પરનું કાર્ય કરે અને એનો કર્તા થાય એ વાત જિનશાસનની નથી. ચૈતન્યસ્વભાવ નિત્ય અનાકુળ આનંદરૂપ છે. તે કોઈનું કાર્ય નથી. અર્થાત્ રાગની મંદતાથી નિશ્ચય (આનંદ) નીપજ્યો છે એમ નથી. ત્યારે કોઈ કહે છે કે-આ તો ત્રિકાળી દ્રવ્યની વાત છે. તેને કહીએ છીએ કે દ્રવ્યનો જેમાં નિર્ણય થયો તે પર્યાય છે, એ પ્રગટેલી પર્યાય એમ જાણે છે કે આત્મા આનંદની મૂર્તિ ચિદાનંદઘન પ્રભુ રાગનું કારણ નથી, રાગનું કાર્ય પણ નથી. રાગ રાગના કારણે થયો છે અને આનંદ આનંદના કારણે. ત્યારે તે કહે છે કે રાગનું કારણ જડ કર્મ છે. તો એ વાત એમ પણ નથી. નિમિત્ત નિમિત્તમાં સ્વતંત્ર છે અને રાગ રાગના કારણે સ્વતંત્ર થાય છે. અહા ! ગજબ વાત છે! કોઈ જડની અવસ્થા કે રાગની અવસ્થાનું આત્મા કારણ નથી.
આત્મા કોઈનું કારણ નથી. એટલે બે કારણથી કાર્ય થાય એ વાત અહીં ઉડાડી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ દીધી છે. પર્યાયમાં જે રાગ થાય એનું કારણ અને કાર્ય સ્વયે રાગ છે, આત્મા નહિ અને કર્મ પણ નહિ જ નહિ. રાગ થાય એમાં આત્મા નિમિત્ત છે એમ યોગસારમાં આવ્યું છે. રાગ થાય એમાં આત્મા નિમિત્ત છે, ઉપાદાન નહિ. વિકાર વિકારના કારણે સ્વયં થાય એમાં જ્ઞાયકમૂર્તિ પ્રભુ આત્મા નિમિત્ત છે. નિમિત્ત છે એટલે કે છે, બસ એટલું જ; એનાથી થયો એમ નહિ. અહો ! દિગંબર સંતોએ ગજબનાં કામ કર્યા છે. માટે ભગવાન આત્મા દુઃખનું અકારણ જ છે.
આસ્રવો-પુણ્યપાપના ભાવો અશુચિ છે, ભગવાન આત્મા અત્યંત શુચિ છે એ પહેલો બોલ થયો. આસ્રવો-પુણ્યપાપના ભાવો જડ, અચેતન છે, અને ભગવાન આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ હોવાથી ચેતક છે, શુદ્ધ ચૈતન્યમય છે. આ બીજો બોલ કહ્યો. આસ્રવોપુણ્યપાપના ભાવો આકુળતા ઉપજાવનારા હોવાથી દુઃખનાં કારણ છે, અને ભગવાન આત્મા સદાય અનાકુળસ્વભાવ હોવાથી દુઃખનું અકારણ જ છે. આ ત્રીજો બોલ કહ્યો. ત્રણ બોલથી આત્મા અને આસ્રવોની ભિન્નતા કહી. આ પ્રમાણે આસ્રવોથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવા આત્માની સન્મુખ થઈને ભેદજ્ઞાન પ્રગટ કરવું, અર્થાત્ પર્યાયને ત્રિકાળીમાં અભેદ કરવી તે ધર્મ છે-મોક્ષમાર્ગ છે. પર્યાયને અભેદ કરવી એટલે દ્રવ્ય-સન્મુખ કરવી એવો એનો અર્થ છે. કાંઈ દ્રવ્ય અને પર્યાય એક થઈ જાય એમ અર્થ નથી. પર્યાય દ્રવ્યસન્મુખ થતા સ્વભાવની જાતની પર્યાય થઈ અને રાગથી ભિન્ન પડી ગઈ. એટલે તે દ્રવ્યથી અભિન્ન થઈ એમ કહેવામાં આવે છે.
પાઠમાં “TIQUI' શબ્દ પડ્યો છે ને? એનો અર્થ એ કે આગ્નવોને અશુચિ, અચેતન અને દુઃખનાં કારણ જાણીને એનો વિશેષ ખુલાસો એમ છે કે અત્યંત શુચિ-પવિત્ર, ચૈતન્યસ્વભાવમય, સહજાનંદમૂર્તિ ભગવાન આત્મા જ્યાં અનુભવમાં-જ્ઞાનમાં આવ્યો ત્યાં આસવો અશુચિ આદિ પણે જણાઈ ગયા, નિર્મળ ભેદજ્ઞાન થઈ ગયું. એ જ ધર્મ અને મોક્ષમાર્ગ છે. સ્વતરફ વળતાં જ્યાં શુદ્ધ આત્મા જણાયો ત્યાં આસ્રવો અશુચિ ઇત્યાદિ છે, નિજ સ્વરૂપથી ભિન્ન છે એમ ભેદજ્ઞાન થઈ જાય છે અને આત્મા આસ્રવોથી નિવૃત્ત થાય છે.
જાઓ! આ કર્તાકર્મ અધિકાર ચાલે છે. કર્તા એટલે થનારો. આત્મા ખરેખર પોતાના ચૈતન્યસ્વભાવે થનારો છે. જ્ઞાતા-દખાના જે નિર્મળ પરિણામ થાય તે એનું કર્મ છે અને તેનો કર્તા આત્મા છે. અહાહા...! આત્મા સહજાનંદની મૂર્તિ ત્રિકાળી ભગવાન છે. તે દુઃખનું કારણેય નહિ અને દુઃખનું કાર્ય પણ નહિ તે રાગનું કારણ પણ નહિ અને કાર્ય પણ નહિ. પુણ્ય-પાપના ભાવ આવે ખરા, પણ તે આત્માનું કાર્ય નહિ.
પ્રશ્ન:- તો મંદિર બનાવવા અને પ્રતિષ્ઠા કરાવવાના ભાવ આવે છે ને? ઉત્તર:- હા, આવે છે; પણ તે છે રાગ. ભાઈ ? ભગવાનની મૂર્તિ છે, મંદિર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭ર ]
| [ ૪૩ પણ છે. એ બધું છે એ આગમથી સિદ્ધ છે, ઇતિહાસથી પણ સિદ્ધ છે. કોઈ એને ઉથાપે તો એ માર્ગ નથી. મોહન-જો-ડેરોમાં પાંચ હજાર વર્ષ જાની પ્રતિમા નીકળી છે, ઇતિહાસથી પણ એ સિદ્ધ છે, શાસ્ત્રમાં પણ મૂર્તિની વાત છે. માટે એનો કોઈ નિષેધ કરે તો તે સત્ય માર્ગ નથી. ભગવાનની મૂર્તિ છે અને જે શુભભાવ કરે તેને એમાં તે નિમિત્ત પણ છે. ભગવાનની પ્રતિમા શુભભાવ કરાવી દે એમ નહિ, પણ જે શુભભાવ કરે તેને એ નિમિત્ત છે. તથાપિ શુભભાવ છે તે ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી. આવી ચોકખી વાત છે.
વળી કોઈ મૂર્તિ માને, પણ તેમાં આડંબર વધારી તેને શણગાર-આભૂષણ લગાવે તો તે પણ બરાબર નથી, સત્ય માર્ગ નથી. શુદ્ધ જળથી જ ભગવાનનો અભિષેક હોય એવી શાસ્ત્રોક્ત પદ્ધતિ છે. એમાં ફેરફાર કરવો એ પણ માર્ગ નથી. ભાઈ ! આ તો વીતરાગનો માર્ગ છે. તેમાં વીતરાગી બિંબનું જ સ્થાપન, પૂજા, ભક્તિ હોય છે.
વીજળીના દીવાના મોટા ભપકા કરે એમાં જીવ-જંતુ મરે, પતંગિયાં મરે. જેમાં વિશેષ હિંસાનો દોષ થાય એ માર્ગ નથી. ભાઈ ! આ તો વિવેકનો માર્ગ છે. ભગવાનને ફૂલ ચઢાવે અને કેશરના ચાંલ્લા કરે એ માર્ગ નથી. કોઈ પ્રતિમાને (જિનબિંબને) ઉથાપે તો એ માર્ગ નથી અને કોઈ પ્રતિમા પર આભૂષણાદિ અનેક પ્રકારે આડંબર રચે તો તે પણ માર્ગ નથી. ભગવાનની મૂર્તિ હોય છે. તેની પૂજા-ભક્તિ-વંદનાના ભાવ પણ હોય છે. પણ એની મર્યાદા એટલી કે તે શુભભાવ છે, પુણ્યબંધનું કારણ છે. કહ્યું ને અહીં કે તે આકુળતા ઉપજાવનાર દુઃખનું કારણ છે.
સંપ્રદાયમાં હતા ત્યારે ચોટીલામાં એક સાધુ સાથે ચર્ચા થયેલી. એમણે કબુલ કરેલું કે ભગવાનની મૂર્તિની વાત શાસ્ત્રમાં છે. વાત સાચી છે. પણ વાત બહાર કેમ મૂકાય? લોકોને શ્રદ્ધા ઉડી જાય. ભાઈ! પરમાત્મા ત્રણકાળ ત્રણલોકના જાણનારા અનાદિથી છે. તેમ જિનબિંબની પ્રતિમાની સ્થાપના, મંદિરોનું નિર્માણ, તેમની પૂજા-ભક્તિ-વંદના-અભિષેક બધું અનાદિ કાળથી છે. સ્વર્ગમાં તો ભગવાનની શાશ્વત અકૃત્રિમ પ્રતિમાઓ છે. ઇન્દ્રો, દેવો, દેવાંગનાઓ તેનાં વંદન-પૂજન આદિ કરે છે અને મોટા મહોત્સવો ઉજવે છે.
પરંતુ એ બધો ભાવ શુભ છે. એનાથી પુણ્યબંધન થાય એટલી એની મર્યાદા છે. એથી આગળ જઈને જો કોઈ એમ કહે કે એનાથી (શુભથી) સંસાર પરિત થાય તો એ વાત સાચી નથી. ૨૫૦૦ વર્ષ પહેલાંની તથા પાંચ હજાર વર્ષ પહેલાંની પુરાણી પ્રતિમાઓ નીકળી છે. છાપામાં એના લેખ આવે છે એ પરથી પ્રાચીન કાળમાં પણ એ પરંપરા પ્રચલિત હતી એમ સિદ્ધ થાય છે.
ધવલમાં તો એમ આવે છે કે જિનબિંબદર્શનથી નિધત્ત અને નિકાચિત કર્મના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
ભુક્કા થઈ જાય છે. એ વ્યવહારથી વાત કરી છે. આત્મદર્શનથી કર્મનો નાશ થાય એમાં જિનબિંબદર્શન નિમિત્તમાત્ર છે.
દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેમાં અકાર્યકારણશક્તિ વ્યાપેલી છે. દ્રવ્ય અને ગુણ તો રાગનું કારણ નથી અને રાગનું કાર્ય પણ નથી. પણ દ્રવ્ય-સ્વભાવની સન્મુખ થતાં જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે પણ કોઈનું કારણ નથી, કાર્ય પણ નથી. જે નિર્મળ જ્ઞાનની પર્યાય પ્રગટી એમાં પણ અકાર્યકારણશક્તિ વ્યાપી છે.
પ્રશ્ન- આત્મા રાગનું કારણ નથી તો મંદિરો બંધાવવાં, મહોત્સવો ઉજવવા ઇત્યાદિ રાગનાં કામ કેમ કરો છો?
ઉત્તર- અરે ભાઈ ! રાગ થાય છે, એને કરવાની વાત જ ક્યાં છે? અને મંદિરો તો નિર્મિત થવા કાળે એના કારણે એનાથી થાય છે. એને કોણ કરે? શું આત્મા કરે? (ના). એ મંદિરો બનવાના કાળે શુભભાવ હોય છે તે એમાં નિમિત્ત છે, નિમિત્ત-કર્તા નહિ. નિમિત્ત જુદી ચીજ છે અને નિમિત્ત-કર્તા જુદી ચીજ છે. જયસેનાચાર્યની ટીકામાં આ વાત છે. જગતમાં મંદિર આદિ પદાર્થોમાં જડ રજકણો પરિણમે, જડની પર્યાય થાય એમાં આત્મા નિમિત્ત છે, નિમિત્ત-કર્તા નથી. આખા લોકા-લોકને કેવળજ્ઞાન નિમિત્ત છે અને કેવળજ્ઞાનમાં લોકાલોક નિમિત્ત છે. એ તો એની ઉપસ્થિતિ છે, હાજરી છે એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે.
જુઓ! હાથની આંગળી આમ-તેમ હાલે તેનો નિમિત્ત-કર્તા કોણ? જે જીવ રાગ અને જોગનો કર્તા થાય એવો પર્યાયબુદ્ધિ જીવ તેનો નિમિત્ત-કર્તા છે. હાથની અવસ્થા તો તેના કાળે જે થવાની હોય તે થાય છે. પરંતુ અજ્ઞાની જીવ જોગ અને રાગનો (કરવાના અભિપ્રાયથી) કર્તા થાય છે. માટે તેના જોગ અને રાગને તે પર્યાયનો નિમિત્ત-કર્તા કહેવામાં આવે છે.
અહીં કહે છે કે-મંદિર થાય, રાગ થાય, છતાં એ રાગ અને મંદિરનો કર્તા આત્મા નથી. વાહ! કરે ને કર્તા નહિ! અરે! કોણ કરે છે? અજ્ઞાનીને ભ્રમ પડે છે કે આ ક્રિયા થવા કાળે મારું નિમિત્તપણું છે માટે ત્યાં કાર્ય થાય છે. અજ્ઞાની (પોતાને) નિમિત્ત-કર્તા માને છે. પર વસ્તુમાં કાર્ય થાય એમાં જ્ઞાની તો નિમિત્તમાત્ર જ છે, નિમિત્ત-કર્તા નહિ.
ભગવાનની પ્રતિમા શાંત-શાંત-શાંત એવા ઉપશમરસનો કંદ હોય છે. જોતાં વેંત જ ઠરી જવાય, આનંદવિભોર થઈ જવાય એવી એ પ્રતિમાને મુગટ પહેરાવે અને આંગી લગાવે તો એ જિનબિંબ નથી. આ તો ન્યાયથી વાત છે. અહીં કોઈ પક્ષની વાત નથી. ભાઈ ! આ ત્રીજા બોલમાં બહુ સૂક્ષ્મ સિદ્ધાંતનું નિરૂપણ છે. મંદિર બનાવવાના શુભભાવ હોય છે, મંદિર એના થવા કાળે એના કારણે થાય છે. પરંતુ એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૨ ]
[ ૪૫
શુભભાવ અને મંદિર કાંઈ આત્માનું કાર્ય નથી. અહાહા...! ભગવાન આત્મા નિરાકુળ આનંદનો નાથ આનંદરસકંદ પ્રભુ છે, તેની પર્યાયમાં આનંદનું કાર્ય થાય એનો એ કર્તા છે અને જે આનંદ પ્રગટયો એ તેનું કાર્ય છે. પરંતુ વ્યવહારરત્નત્રયના જે શુભ-ભાવ થાય તેનું આત્મા કારણ પણ નથી અને કાર્ય પણ નથી. શુભભાવરૂપી જે દુ:ખ તેનું આત્મા કારણ કેમ હોય ? ( ન હોય ). શુભભાવરૂપ જે દુ:ખ છે તે કારણ અને આનંદની પર્યાય એનું કાર્ય કેમ હોઈ શકે? ( ન હોઈ શકે). અહા! કોઈનું કાર્ય તેમ જ કોઈનું કારણ નહિ હોવાથી ભગવાન આત્મા દુ:ખનું અકારણ જ છે.
દૃષ્ટિ અને દૃષ્ટિનો વિષય જે ત્રિકાળી દ્રવ્ય છે તેમાં એવી કોઈ શક્તિ નથી જે વિકારને કરે. તથા તે શક્તિવાન અખંડ દ્રવ્યને દૃષ્ટિમાં લેનાર (જ્ઞાની ) સ્વભાવપરિણમનનો કર્તા છે, પણ વિભાવનો નહિ.
ત્યારે કોઈ વળી એમ કહે છે કે રાગ ઉત્પન્ન થાય છે એમાં બે કારણ જોઈએ-જેમ માતા-પિતા બેથી પુત્રની ઉત્પત્તિ થાય છે તેમ. હા, જયસેનાચાર્યની ટીકામાં આવું થન આવે છે, પણ ત્યાં કયી અપેક્ષાથી કહ્યું છે તે સમજવું જોઈએ. ખરેખર રાગનો કર્તા આત્મા નથી, પણ પર્યાયમાં પરિણમન છે એ અપેક્ષાએ તેને કર્તા કહ્યો છે. ત્યાં નિશ્ચય રાખીને વાત છે, તથા પ્રમાણનું જ્ઞાન કરાવવા નિમિત્તને ભેળવીને કહ્યું કે એ (નિમિત્ત) કર્તા છે. આ પ્રમાણે કાર્યના બે કારણો સિદ્ધ કર્યા છે-એક ઉપચિરત અથવા નિમિત્ત કારણ અને એક ઉપાદાન કારણ. ઉપાદાન કારણ છે તે યથાર્થ છે અને ઉપચરિત કારણ અયથાર્થ છે. રાગનો જે વિકલ્પ ઉઠે છે તેનું નિશ્ચયથી આત્મા કારણ નથી. પણ પર્યાયમાં થાય છે તેથી તેને કારણ ગણ્યું છે. ખરેખર તો રાગનું કારણ રાગની પર્યાય પોતે જ છે. રાગ આત્માના દ્રવ્ય-ગુણનું કારણ નથી, તથા દ્રવ્ય-ગુણ રાગનું કારણ નથી.
શુભરાગનો ભાવ જ્ઞાનીને આવે, મુનિરાજને પણ આવે છે, પરંતુ તેઓ એના કર્તા થતા નથી. ભાગચંદજીની સ્તુતિમાં આવે છે કે મુનિવરોને અશુભભાવનો તો વિનાશ થઈ ગયો છે અને શુભભાવથી તેઓ ઉદાસ છે. અહો ! ધન્ય તે મુનિવરો ભાવલિંગી દિગંબર સંતો જંગલવાસી વીતરાગભાવમાં ઝૂલનારા કેવલીના કેડાયતો! અહા! તેમને અશુભ-ભાવની તો ગંધેય નથી અને જે ભોપયોગ હોય છે તેનાથી તેઓ ઉદાસ છે. અહા! શું તેમનાં વચનો ! ઉપદેશ આપતા હોય ત્યારે જાણે તેમના મુખમાંથી અમૃતનાં ઝરણાં ઝરતાં હોય! પરંતુ અહીં કહે છે કે એ વચનામૃતનું કારણ (મુનિવરનો) આત્મા નહિ. આત્મા કોઈનું કારણ નથી તેમ જ કોઈનું કાર્ય પણ નથી. અહાહા! દર્શનબુદ્ધિની કાંઈ બલિહારી છે! ચારિત્ર દોષ ભલે હોય, ઉદયવશ રાગમાં ભલે જોડાય, પરંતુ દર્શનશુદ્ધિની નિર્મળતામાં રાગનું હું કારણ નહિ અને રાગ મારું કાર્ય નહિ–એમ ધર્મી જીવ માને છે. દર્શનશુદ્ધિના બળે હું તો જાણનાર–જાણનારજાણનાર જ્ઞાતા-દષ્ટા છું એવી દષ્ટિ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬ ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૪ નિરંતર રહે છે. આવી દર્શનશુદ્ધિ અને એનો વિષય મૂળ ચીજ છે. દર્શનશુદ્ધિ પ્રગટ થઈ એને તો જન્મ-મરણનો અંત આવી ગયો.
રાગ અને સ્વભાવની એક્તાબુદ્ધિની ગ્રંથિ-ગાંઠ એ તો મિથ્યાત્વ છે. હું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન છું એવા ભાનમાં ધર્મી જીવને રાગની દષ્ટિ ખસી ગઈ છે. રાગ મારા સ્વરૂપમાં નથી એમ રાગને એ પોતાના જ્ઞાનમાં પરજ્ઞય તરીકે જાણે છે. રાગ છે માટે જાણે છે એમ પણ નથી. એ તો જ્ઞાનની પર્યાય સ્વપર-પ્રકાશક પોતાના જ સામર્થ્યથી છે તે સ્વપરને જાણતી પ્રગટ થાય છે. આવી ભેદજ્ઞાનની વાત બહુ ઝીણી, ભાઈ !
હવે કહે છે-“આ પ્રમાણે વિશેષ (તફાવત) દેખીને જ્યારે આ આત્મા, આત્મા અને આગ્નવોનો ભેદ જાણે છે તે જ વખતે ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્ત થાય છે. ભગવાન આત્મા અતિનિર્મળ ચિદાનંદસ્વરૂપ છે અને આગ્નવો મેલા દુઃખરૂપ છે એમ બે વચ્ચેનો તફાવતસ્વભાવભેદ જે વખતે જાણે છે તે જ વખતે ક્રોધાદિ આસ્રવોથી તે નિવૃત્ત થાય છે એટલે કે પુણ્ય-પાપના ભાવ મારા છે એવા અભિપ્રાયથી નિવૃત થઈ જાય છે. જાઓ! ધર્મસભામાં ગણધરો અને એકાવતારી ઇન્દ્રો જે વાત સાંભળતા હતા તે આ અલૌકિક વાત છે. બાપુ! મુનિવરોની વાણી એ તો સર્વજ્ઞની વાણી છે. કહે છે-જે વખતે રાગથી ભિન્ન અંદર ચિદાનંદ ભગવાન જાણ્યો તે જ વખતે રાગથી-આસ્રવથી નિવૃત્ત થઈ ગયો. રાગભાવ અને સ્વભાવભાવનું ભેદજ્ઞાન થતાં જ રાગમાંથી દષ્ટિ ખસી જાય છે, નિવૃત્ત થાય છે.
“કારણ કે તેમનાથી જે નિવર્તિતો ન હોય તેને આત્મા અને આસ્રવોના પારમાર્થિક (સાચા) ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી.” તેને સાચું ભેદજ્ઞાન થયું જ નથી.
જાઓ! અશુભભાવથી તો ઠીક, પણ શુભભાવથી આત્મા ભિન્ન છે એ વાત અજ્ઞાનીને ખટકે છે. પણ અહીં કહે છે કે શુભભાવ અને આત્મા–બે ભિન્ન છે એમ જે કાળે જાણું તે જ કળ તે આસ્રવોથી નિવૃત્ત થાય છે. એટલે કે પુણ્યભાવ ઉપર જે લક્ષ હતું તે લક્ષ છૂટી જાય છે. ભાઈ ! આ તો અંદરની ક્રિયાની વાતો છે. તારે આ સમજવું પડશે.
ભગવાન ! આ સમજ્યા વિના ચોરાસીના અવતારમાં રખડી-રઝળીને તું મરી ગયો છે. કળશટીકામાં કળશ ૨૮માં આવે છે કે મરણતોલ થઈ ગયો છે. “જીવ દ્રવ્ય પ્રગટ જ છે, પરંતુ કર્મસંયોગથી ઢંકાયેલું હોવાથી મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું.' અહા! રાગની ચિમાં, રાગના પરિણમનના અસ્તિત્વને જ (નિજસ્વભાવ) સ્વીકારીને જીવનું જે ત્રિકાળી જીવન છે તેને મરણતોલ કરી નાખ્યું છે. જીવ દ્રવ્ય તો પ્રગટ જ છે. અહાહા..! વિધમાન ચિદાનંદઘન પ્રભુ આત્મા તો અસ્તિ જ છે, પ્રગટ જ છે. ગાથા ૪૯માં વ્યક્ત પર્યાયની અપેક્ષાએ અવ્યક્ત કહ્યો છે એ બીજી વાત છે. અહીં કહે છે કે અનાકુળ આનંદનો નાથ ધ્રુવ ત્રિકાળી ભગવાન અસ્તિપણે મોજુદ પ્રગટ જ છે. પરંતુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૪૭
સમયસાર ગાથા ૭ર ] એની સન્મુખ થયા વિના, એનાથી વિમુખ થઈને રાગનો જ સ્વીકાર કરીને મરણને પ્રાપ્ત થઈ રહ્યો છે.
જીવ મરતો હશે? ભાઈ ! એ તો જીવતી-જાગતી જ્યોત સદા પ્રગટ જ છે. દ્રવ્ય તો ત્રિકાળ સત છે. પરંત જીવનું જે ત્રિકાળી સત્ત્વ-જીવન્ત છે અને તે માન્યું નથી. રાગની રુચિમાં તારા ત્રિકાળી જીવનનો તે ઈન્કાર કર્યો છે તેથી મરણતોલ કરી નાખ્યો એમ અહીં કહ્યું છે. અરેરે ! રાગની રુચિના ફંદમાં ફસાઇને તે અનાદિથી જન્મ-મરણની પરંપરાનાં કષ્ટો જ ઉઠાવ્યાં છે તેથી મરણતોલ કરી નાખ્યો એમ કહ્યું છે. “તે ભ્રાન્તિ પરમગુરુ શ્રી તીર્થકરનો ઉપદેશ સાંભળતાં મટે છે.”
નયનની આળસે રે નીરખ્યા ન નયણે હરિ' –એમ આવે છે ને! આ હરિ એટલે અજ્ઞાન, રાગ, અને દ્વેષને જે હરી લે તે હરિ. એ હરિ તો ચિદાનંદઘન પ્રભુ પોતે જ છે. આ ભગવાનનો ઉપદેશ છે. પ્રભુ! તારી ચીજ તો રાગથી-દયા, દાન, વ્રત, તપ આદિના વિકલ્પથી ભિન્ન અંદર પરમ પવિત્ર શુદ્ધ ચૈતન્યમય વસ્તુ પડી છે. તે સદા મોજુદ છે. તેમાં દષ્ટિ કર. આ ભગવાનનો ઉપદેશ છે.
કળશટીકામાં ચોથા કળશમાં આવે છે કે જિનવચનનું સેવન કરવાથી–જિનવચનમાં રમવાથી મોહનો નાશ થાય છે. એનો અર્થ શું? ભગવાન જિનેશ્વરદેવે કહેલા ભાવમાં જે પુરુષ રમે છે તેને મિથ્યાત્વકર્મનું વમન થઈને શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. દિવ્યધ્વનિ દ્વારા કહી છે ઉપાદેયરૂપ શુદ્ધ જીવવસ્તુ તેમાં જે રમે અર્થાત્ તેનો જે આશ્રય કરે તેને ભ્રાન્તિ છૂટી જાય છે. આ ભગવાનનો ઉપદેશ છે-કે ત્રિકાળી આનંદનો નાથ આશ્રય કરવા યોગ્ય છે.
ત્યાં કોઈ વળી કહે છે કે જૈનધર્મમાં તો બે નયનું ચૂર્ણ કરવાનું કહ્યું છે ને?
સમાધાન- ભાઈ ! બે નયનું ગ્રહણ કરવું એટલે શું ? બે નયનો વિષય તો પરસ્પર વિરુદ્ધ છે. શુદ્ધનયરૂપ આત્મા શુદ્ધ ચૈતન્યઘન અંદર ત્રિાળી વસ્તુ મોજુદ છે તે એકને જ ઉપાદેયપણે ગ્રહણ કરવાનું ભગવાનની દશનામાં આવ્યું છે. અહહા! વસ્તુ જે મલિનતા રહિત, હીણપ રહિત અને વિપરીતતા રહિત અતિનિર્મળ પૂર્ણ ચૈતન્યમય ભગવાન છે તે એક જ ઉપાય છે એમ ભગવાનની વાણીનું ફરમાન છે. રાગથી ભિન્ન પડીને જ્યાં ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને ઉપાદેય કર્યું ત્યાં રાગથી વિરુદ્ધ શુદ્ધ ચૈતન્યમય પરિણમન થઈ ગયું. આ રીતે આત્મા આસવોથી નિવૃત્ત થાય છે. (વ્યવહારનય તે કાળે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહિ. એ જ વ્યવહારનયને ગ્રહણ કરવાનો આશય છે.
અને જો આત્મા આસ્રવોથી નિવૃત્ત ન થાય તો તેને સાચું ભેદજ્ઞાન થયું જ નથી, પુણ્યપાપના ભાવથી દષ્ટિ ખસી ગઈ એનું નામ ભેદજ્ઞાન છે. કોઈ વળી આમાંથી એવો અર્થ કાઢે છે. કે પુણ્ય-પાપના ભાવ બીલકુલ થાય જ નહિ એને ભેદજ્ઞાન કહેવાય. પરંતુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ એમ નથી, ભાઈ ! પુણ-પાપભાવની રુચિથી ખસી ગયો એને અહીં નિવર્યો કહે છે. અભિપ્રાયમાં જે રાગ સાથે એક્તા હતી તે તૂટી ગઈ તેને નિવૃત્ત થયો કહે છે અને તે ભેદજ્ઞાન છે. અભિપ્રાયમાં જે આસ્રવોથી નિવર્તતો નથી તેને ભેદજ્ઞાન જ નથી.
બીલકુલ રાગભાવ ન હોય તો ભેદજ્ઞાન છે એમ અહીં વાત નથી. રાગની ચિથી ખસીને ચૈતન્યસ્વભાવની ચિમાં આવે છે તેનું નામ સમ્યગ્દર્શન છે. પુણ્યભાવ આદિ હોય, પણ ધર્મીને એની રુચિ છૂટી ગઈ હોય છે. દષ્ટિની અપેક્ષાથી અહીં વાત છે.
વળી કોઈ એમ કહે કે પહેલાં ક્રોધાદિથી નિવર્સે અને પછી ભેદજ્ઞાન થાય; તો એ વાત પણ યથાર્થ નથી. જે કાળે સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટે, નિર્મળ ભેદજ્ઞાન પ્રગટે તે જ કાળે ક્રોધાદિની નિવૃત્તિ થાય છે. બન્નેનો સમકાળ છે, પહેલાં-પછી છે જ નહિ. ભાઈ ! અંતર્દષ્ટિ થયા વિના ભેદજ્ઞાનના અભાવમાં અનંતકાળમાં જીવે ઘણું બધું કર્યું વ્રત કર્યા, તપ કર્યા અરે ! હજારો રાણીઓને છોડીને વનવાસી દિગંબર મુનિ પણ થયો. મહાવ્રત પાળ્યાં અને આકરાં તપ કર્યા. પરંતુ એકડા વિનાના મીંડાની જેમ બધું નિરર્થક ગયું. રાગનાં નિમિત્ત મટાડયાં, પણ રાગની રુચિ ન મટી એટલે સંસાર મટયો નહિ, લેશમાત્ર પણ સુખ ન થયું. છહુઢાલામાં આવે છે ને કે
મુનિવ્રતધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.” ભાઈ ! અંતર્મુખદષ્ટિ થયા વિના રાગની રુચિ છૂટતી નથી અને જ્યાં રાગની રુચિ હોય છે ત્યાં અંતર્દષ્ટિ-ભેદજ્ઞાન હોતું નથી. માટે ભેદજ્ઞાન અને આસ્રવોથી નિવર્તન-એ બેનો સમકાળ છે એમ યથાર્થ જાણવું. (કળશટીકામાં કળશ ૨૯ માં પણ આ વાત લીધી છે.)
માટે ક્રોધાદિક આસ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે એવા જ્ઞાનમાત્રથી જ, અજ્ઞાનથી થતો જે પૌગલિક કર્મનો બંધ તેનો નિરોધ થાય છે.” ક્રોધ કહેતાં અંદર પૂર્ણાનંદનો નાથ જે જ્ઞાયકસ્વભાવી પ્રભુ આત્મા છે તેથી વિમુખ થઈને રાગની રુચિ કરે તેને જ્ઞાયક ચતો નથી માટે તેને ભગવાન આત્મા પ્રત્યે ક્રોધ છે. કહ્યું છે ને કે “દ્વિષ અરોચક ભાવ”. નિજ સ્વરૂપની અરુચિ તે ક્રોધ છે. આ ક્રોધ આદિ ઉપરથી જેને દષ્ટિ ખસી નહિ અને સ્વભાવની દષ્ટિ કરી નહિ તે આસ્રવોથી નિવર્યો નથી. પરંતુ જ્યાં આસ્રવોથી દષ્ટિ ખસેડી નિજ ચૈતન્યસ્વરૂપમાં અભેદ થઈ પરિણમ્યો કે તરત જ તેને અંતíન થયું, સમ્યજ્ઞાન થયું. આ રાગથી ભિન્ન પડેલું જે જ્ઞાન તે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ થાય છે. પહેલાં જે એત્વવિભક્તની વાત કરી હતી એ શૈલીથી અહીં વાત છે. અહાહા! સ્વભાવમાં એકત્વ અને રાગથી વિભક્ત થાય તે ભેદજ્ઞાન છે. અને તેનાથી બંધનો નિરોધ થાય છે, બંધન અટકી જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭ર ]
[ ૪૯ રાગ અને સ્વભાવનું જે ભેદજ્ઞાન થયું તે જ્ઞાન આસ્રવોથી નિવર્તે છે એટલે સર્વથા રાગ મટી જાય છે એમ અહીં અર્થ નથી. અભિપ્રાયમાં જે પુણ્ય-પાપનાં રસ-રુચિ હતાં તે મટી જાય છે અને તેને જ્ઞાન આસવોથી નિવ– એમ કહે છે. તે જ્ઞાનથી મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો બંધ અટકી જાય છે.
હવે આ વાત વધારે સ્પષ્ટ કરે છે.
વળી જે આ આત્મા અને આગ્નવોનું ભેદજ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે? દલીલથી વિષય વધારે સ્પષ્ટ કરે છે. કહે છે-આ પુણ્ય-પાપના ભાવ અને ભગવાન આત્મા એ બન્નેનું જે ભેદજ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન?
જો અજ્ઞાન છે તો આત્મા અને આસવોના અભેદજ્ઞાનથી તેની કંઈ વિશેષતા ન થઈ.” જુઓ! આત્મા અને આસવોનું અભેદજ્ઞાન-એકપણાનું જ્ઞાન તો અજ્ઞાન છે, અને તેનાથી બંધ છે. ધે જો આત્મા અને આસવો ભિન્ન છે એવું જે ભેદજ્ઞાન તે પણ અજ્ઞાન હેય તો બંનેમાં કંઈ ફરક ન પડ્યો. જ ભેદજ્ઞાન પણ અજ્ઞાન હોય તો આત્મા અને આગ્નવોના એકપણાના જ્ઞાનથી તેમાં કંઈ વિશેષતા ન થઈ. આત્માની રાગ સાથે અનાદિથી એક્તા છે અને એનાથી (ાગથી) જ્ઞાન જુદું ન પડ્યું તો તે જ્ઞાન જ નથી, ભેદજ્ઞાન જ નથી.
અને જો જ્ઞાન છે તો (તે જ્ઞાન) આસ્રવોમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવર્યું છે?' આ બીજો પ્રશ્ન છે. જો તે જ્ઞાન છે એમ ો તો તે જ્ઞાન આસ્રવોમાં પ્રવર્તે છે કે કેમ? જો આસ્રવોમાં પ્રવર્તે છે તો આત્મા અને આગ્નવોના અભેદજ્ઞાનથી તેની કંઈ વિશેષતા ન થઈ. જ્ઞાન કો અને વળી આસવોમાં પ્રવર્ત-ચિ કરે એમ કો-એ તો એનું એ થયું. પુણ્ય-પાપના ભાવોને ઉપાય કરીને પ્રવર્તે તે જ્ઞાન ભેદજ્ઞાન જ નથી. રાગથી ભિન્ન પડી સ્વભાવને ગ્રહે તે જ્ઞાન ભેદજ્ઞાન છે. અને તે જ્ઞાનમાત્રથી મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો બંધ અટકે છે, પરંતુ પુણ્ય પાપમાં પ્રવર્તે એ તો જ્ઞાન જ નથી. આસવમાં પ્રવર્તતું અટકે એનું નામ સાચું જ્ઞાન-ભેદજ્ઞાન છે, અને એનાથી બંધનો નિરોધ થાય છે.
જો આસ્રવોથી નિવત્યું છે તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો કેમ ન કહેવાય?” સિદ્ધ થયો જ કહેવાય. પુષ્ય-પાપના ભાવથી દષ્ટિ ખસીને સ્વભાવમાં એકાકાર થઈ એ જ્ઞાનમાત્રથી બંધન અટકી ગયું. અવિરતિ આદિ રાગ પરિણામ હોય ખરા, પણ હું તો રાગથી ભિન્ન ચિદાનંદઘનસ્વરૂપ છું એવું ભેદજ્ઞાન થતાં બંધ અટકી જાય છે.
હવે કહે છે-“આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો અંશ એવા ક્રિયાયનું ખંડન થયું.” દયાદાન-પૂજા-ભક્તિ આદિ પુણ્યભાવથી ધર્મ થાય એવા (અજ્ઞાનમય) ક્રિયાનયનું ખંડન થયું. કષાયની મંદતા કરતાં કરતાં ધર્મ થાય એવી ખોટી માન્યતાનું અહીં ખંડન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ કર્યું છે. મંદ રાગની લાખ ક્રિયાઓ કરે, પણ એ ધર્મ નથી. રાગથી નિવર્સેલું જ્ઞાન ધર્મ છે; આવો માર્ગ છે.
રાગની મંદતાની ક્રિયા તે ક્રિયા અને પરલક્ષી આત્માનું જ્ઞાન-એમ “જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષઃ ' કોઈ કહે છે તો તે વાત યથાર્થ નથી; અહીં તેનું ખંડન કર્યું છે. રાગથી ભિન્ન પડેલું સ્વરૂપનું જ્ઞાન તે જ્ઞાન અને જ્ઞાન-સ્વરૂપમાં ઠરવું-રમવું તે ક્રિયા. આ પ્રમાણે “જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષઃ” યથાર્થ છે. કળશટીકામાં કળશ ર૬૭માં આવે છે કે જ્ઞાન અને ક્રિયાનયને પરસ્પર તીવ્ર મૈત્રી છે. એટલે કે “શુદ્ધ સ્વરૂપનો અનુભવ અશુદ્ધ રાગાદિ પરિણામને મટાડીને થાય છે.” “શુદ્ધ
સ્વરૂપનો અનુભવ છે તે રાગાદિ અશુદ્ધ પરિણતિને મટાડીને છે, રાગાદિ અશુદ્ધ પરિણતિનો વિનાશ શુદ્ધ સ્વરૂપના અનુભવ સહિત છે.” આને ત્યાં પરસ્પર અત્યંત મૈત્રી કહી છે. એને જે પાત્ર થયો છે તે જીવ સમકિતી છે, (ધર્મિષ્ઠ છે) રાગની મંદતાની ક્રિયા થાય તે ધર્મ નથી, પણ રાગ-પરિણામ મટાડીને જે નિર્મળ પરિણામ પ્રગટ થાય તે ધર્મની ક્રિયા છે, તે મોક્ષમાર્ગ છે.
“વળી જે આત્મા અને આસ્સવોનું ભેદજ્ઞાન છે તે પણ જો આસ્રવોથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી એમ સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવા (એકાંત) જ્ઞાનનયનું પણ ખંડન થયું.” એકલું ધારણારૂપ જાણપણું કરીને માને કે મને જ્ઞાન થઈ ગયું, પણ અંદર જ્ઞાનમાં એકાકાર ના થાય તો તે જ્ઞાન જ નથી. તે એકાન્ત જ્ઞાનનયનું અહીં ખંડન કર્યું. એકલો જ્ઞાનનો ઉઘાડ છે પણ આત્મામાં એકાગ્ર થયો જ નથી તો તે જ્ઞાનને જ્ઞાન કહેતા જ નથી. ક્ષયોપશમનો અંશ છે તે વસ્તુ નથી. શ્રીમદ્જીએ પણ કહ્યું છે ને
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ,
માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ.” એકને ક્રિયાજડ કહ્યા, બીજાને શુષ્કજ્ઞાની. બંનેનો નિષેધ કરીને કહે છે કે એની દશા જોઈને અમને કરુણા થઈ આવે છે.
રાગથી નિવર્તતું નથી અને સ્વભાવમાં પ્રવર્તતું નથી એ જ્ઞાન જ નથી. ક્ષયોપશમ જ્ઞાનને કોઈ સમ્યજ્ઞાન માને એનો અહીં નિષેધ કર્યો છે.
અહીં એકાન્ત ક્રિયાનય અને એકાન્ત જ્ઞાનનય એ બન્ને મિથ્યામતનું ખંડન કર્યું છે. રાગની મંદતાની ક્રિયામાં ધર્મ માને તે ક્રિયાજડ છે. અને જાણવામાત્રથી ભેદજ્ઞાન માને તે શુષ્કજ્ઞાની છે. બીજી રીતે કહીએ તો-વ્યવહાર કરતાં કરતાં ધર્મ થાય એવું માને એ એકાન્ત ક્રિયાનનું અહીં ખંડન કર્યું છે. તથા પરલક્ષી જાણપણામાત્રથી જ્ઞાન થાય એવું માને તે એકાન્ત જ્ઞાનનયનું અહીં ખંડન કર્યું છે.
અહાહા! વસ્તુ જ્ઞાન અને આનંદનું ઢીમ છે. રાગથી ભિન્ન પડી તેમાં એકત્વપણે પરિણમેલું જ્ઞાન જ્ઞાન છે અને એમાં રમણતા કરવી તે ક્રિયા છે, અને તે મોક્ષમાર્ગ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૦ ]
[ ૫૧ * ગાથા ૭૨ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * આગ્નવો અશુચિ છે, જડ છે, દુઃખનાં કારણો છે. આત્મા પવિત્ર છે, જ્ઞાતા છે, સુખસ્વરૂપ છે. એ રીતે લક્ષણભેદથી બંનેને ભિન્ન જાણીને આસ્રવોથી આત્મા નિવૃત્ત થાય છે. પુણ્ય-પાપને જે પહેલાં ઉપાદેયપણે માનતો તેને હવે હેય જાણીને આત્માને ઉપાદેયપણે સ્વીકારે છે. તેને કર્મનો બંધ થતો નથી. સ્વ આશ્રિત નિશ્ચય અને પરાશ્રિત વ્યવહાર તે એક જ સિદ્ધાંત છે. શુભભાવ તે ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી.
આત્મા અને આગ્નવોનો ભેદ જાણ્યા છતાં જો આત્મા આસ્રવોથી નિવૃત્ત ન થાય તો તે ભેદજ્ઞાન જ નથી, અજ્ઞાન જ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે અવિરત સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી પ્રવૃત્તિઓનો તો આસ્રવ નથી થતો પણ અન્ય પ્રકૃતિઓનો તો આસ્રવ થઈને બંધ થાય છે, તેને જ્ઞાની કહેવો કે અજ્ઞાની? તેનું સમાધાનઃ- સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાની જ છે, કારણ કે તે અભિપ્રાયપૂર્વકના આસ્રવોથી નિવર્યો છે. ધર્મીને જ્ઞાનધારા પ્રગટ થઈ ગઈ છે. રાગધારા ભલે હો, અભિપ્રાયથી તે રાગથી નિવર્યો જ છે. અસ્થિરતા ટળીને સ્થિરતા થઈ નથી, પણ અભિપ્રાયમાં તેને રાગનો આદર નથી. સ્વભાવનું સ્વામીપણું તેને પ્રગટયું છે અને પરનું-રાગનું સ્વામીપણું છૂટી ગયું છે. માટે, જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તેના ઉદય અનુસાર જે આસ્રવબંધ થાય છે તેનું સ્વામીપણું નથી. ઉદય અનુસાર એટલે ઉદય હોય છે, પણ પોતાની યોગ્યતા પ્રમાણે આસ્રવ થાય છે. ઉદય છે તે પ્રમાણે જ આસ્રવ-બંધ થાય એમ નથી. નહિતર તો કોઈ છૂટવાનું બને જ નહિ. ઉદય હોય છતાં પોતાની ઉપાદાન યોગ્યતા અનુસાર આસ્રવ થાય.
પોતાના પુરુષાર્થની મંદતાથી જ્ઞાનીને રાગ થાય છે, પણ રાગનો તેને અભિપ્રાય નથી. અભિપ્રાયમાં તો તે આસ્રવ-બંધથી સર્વથા છૂટવા ઇચ્છે છે. તેથી તે જ્ઞાની જ છે.
જ્ઞાનીને બંધ થતો નથી એમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે:- મિથ્યાત્વસંબંધી બંધ જે અનંત સંસારનું કારણ છે તે જ અહીં પ્રધાનપણે વિવક્ષિત છે, કહેવા ધારેલો છે. અવિરતિ આદિથી બંધ થાય છે તે અલ્પ સ્થિતિ-અનુભાગવાળો છે, દીર્થસંસારનું કારણ નથી; તેથી તેને પ્રધાન ગણવામાં આવ્યો નથી.
રાગ થાય તે સંસારનું કારણ છે, પણ જ્ઞાનીને તે રાગ દીર્ઘ સંસારનું કારણ નથી તેથી તેને પ્રધાન ગણ્યો નથી.
અથવા તો આ પ્રમાણે કારણ છે:- જ્ઞાન બંધનું કારણ નથી. જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હુતો ત્યાં સુધી તે અજ્ઞાન કહેવાતું હતું અને મિથ્યાત્વ ગયા પછી અજ્ઞાન નથી, જ્ઞાન જ છે. તેમાં જે કાંઈ ચારિત્રમોહ સંબંધી વિકાર છે તેનો સ્વામી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ જ્ઞાની નથી તેથી જ્ઞાનીને બંધ નથી; કારણ કે વિકાર કે જે બંધરૂપ છે અને બંધનું કારણ છે તે તો બંધની પંક્તિમાં છે, જ્ઞાનની પંક્તિમાં નથી. આ અર્થના સમર્થનરૂપ કથન આગળ જતાં ગાથાઓમાં આવશે. અહીં કળશ રૂપ કાવ્ય કહે છે:
* કળશ ૪૭ : શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * જુઓ! ગાથામાં ત્રણ બોલથી ભેદજ્ઞાન સમજાવ્યું છે. પુણ્ય-પાપના ભાવ અશુચિ છે, જડ છે, દુ:ખરૂપ છે; અને ભગવાન આત્મા ત્રિકાળી ધ્રુવ ભગવાન અતિ નિર્મળ, વિજ્ઞાનઘનસ્વરૂપ, આનંદરૂપ છે. આમ બંનેની ભિન્નતા જાણીને જે પર્યાયબુદ્ધિ દૂર કરીને સ્વભાવસમ્મુખ થાય છે તેને ભેદજ્ઞાન પ્રગટ થાય છે. આવું ભેદજ્ઞાન જેને અંતરંગમાં પ્રગટ થયું છે તે આત્માને‘રપરિણતિ ઉત્' પરપરિણતિને છોડતું, ‘મેવવીવાનું સ્વપ્નય' ભેદનાં કથનોને તોડી પાડતું, ‘રૂદ્રમ્ અવડુમ્ બૂમ્હમ્ જ્ઞાનમ્' આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન ‘૩ન્વે: હેવિતમ્' પ્રત્યક્ષ ઉદય પામ્યું છે.
જાઓ! આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન પરંપરિણતિને છોડતું ઉદય પામ્યું છે. પરપરિણતિ એટલે વિકારનો-પુણ્યપાપનો ભાવ. પહેલાં જે અનેક પ્રકારે પુણ્ય-પાપના ભાવમાં રોકાઈ રહેતો હતો તે હવે સ્વભાવનો આશ્રય કરતાં એ ભાવોને છોડતું અતિ પ્રચંડ જ્ઞાન ઉદય પામ્યું છે. હું અખંડ એક જ્ઞાયકસ્વરૂપ છું-એવી દષ્ટિ થતાં રાગ મારું કર્તવ્ય છે એ દષ્ટિ છૂટી ગઈ અને રાગથી ભિન્ન પડીને અતિ તીક્ષ્ણ જ્ઞાન પ્રગટ થયું. ભગવાન આત્મા ચિશક્તિરૂપ છે. પણ પુણ્ય-પાપની રુચિના કારણે ચિશક્તિ રોકાઈ ગઈ હતી. અરે ! વિકાર-રાગ મારું કર્તવ્ય, દયા, દાન, વ્રતાદિ મારાં કાર્ય-એમ માનતાં ચિતશક્તિ ઢંકાઈ ગઈ હતી પરંતુ અખંડ એકરૂપ ચિદાકાર ચૈતન્યમય આત્માની દૃષ્ટિ કરતાં રાગની રુચિ છૂટી ગઈ, એનો મહિમા છૂટી ગયો અને પ્રચંડ જ્ઞાનશક્તિની પ્રગટતા થઈ. આમ શક્તિ જે હતી તે પ્રગટ થઈ તે ધર્મ છે. જે જ્ઞાન પરમાં અટક્યું હતું તે સ્વભાવમાં સ્થિત થયું તે ધર્મ છે.
વળી આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન ભેદનાં કથનોને તોડી પાડતું પ્રગટ થયું છે. અહાહા..! અખંડ એકરૂપ જ્ઞાયક ઉપર દષ્ટિ જતાં ભેદવાદ ખંડખંડ થઈ જાય છે અને અખંડ જ્ઞાન પ્રગટ થાય છે. જાઓ! આ કેવળજ્ઞાનની વાત નથી. કેવળજ્ઞાન તો પર્યાય છે. અહીં તો અખંડ જ્ઞાન પ્રગટ થાય છે એમ વાત છે. અહાહા ! એકલું જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન ચૈતન્યસામાન્ય એક દેશ ધ્રુવ સ્વભાવ જેમાં પર્યાયનો અભાવ છે તે પ્રગટ થાય છે એની વાત છે. અહાહા ! મતિ-શ્રુતજ્ઞાન આદિ જે ખંડખંડરૂપ ભેદો હતા તેમને દૂર કરતું-મટાડતું અખંડ જ્ઞાન ઉદય પામ્યું છે. એભદની દૃષ્ટિમાં ભેદવાદ મટી જાય છે. અહા ! ઓછા ઉઘાડને લઈને શેયના નિમિત્તથી જ્ઞાનમાં જે ખંડ પડતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૨ ]
[ ૫૩ હતા, જે ખંડરૂપ જ્ઞાનાકારો પ્રતિભાસતા હતા તે હવે જ્ઞાયકમાં દષ્ટિ સ્થિર થતાં જ્ઞાન અખંડપણે પ્રત્યક્ષ ઉદય પામ્યું છે, અર્થાત્ એક જ્ઞાનમાત્ર વસ્તુ જ જ્ઞાનમાં જણાવા લાગી છે, જ્ઞાનના ભેદો નહિ.
અહાહા! હું અખંડ એક જ્ઞાયકમૂર્તિ ભગવાન છું-એમ દષ્ટિ થતાં, વિકાર તો દૂર રહો, મતિ-શ્રુત અવસ્થાના જ્ઞાનના ભેદો પણ બહાર રહી જાય છે, એકલો અખંડ જ્ઞાયક ભગવાન જ જણાય છે.
ભાઈ ! વીતરાગનો માર્ગ આવો આકરો છે, રાગથી મરી જાય ત્યારે ધ્રુવ ચૈતન્યબિંબ જણાય એવું છે. ૧૧ મી ગાથામાં આવે છે કે ત્રિકાળી ભૂતાર્થ-સત્યાર્થ દ્રવ્યસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. એમાં ભેદ તૂટી જાય છે એમ અહીં કહે છે.
ચૈતન્યરસનો કંદ પ્રભુ આત્મા જાજ્વલ્યમાન ચૈતન્યસૂર્ય છે. એના પર દષ્ટિ કરતાં મતિશ્રુતાદિ જ્ઞાનના ખંડરૂપ ભેદોને તોડી પાડતું અખંડ જ્ઞાન પ્રત્યક્ષ પ્રગટ થાય છે. જ્ઞાનમાં અખંડ જ્ઞાનનો સૂર્ય પ્રત્યક્ષ જણાયો એટલે પ્રત્યક્ષ પ્રગટ થાય છે એમ કહ્યું છે.
હવે કહે છે-“નનુ' અહો ! ‘રૂદ્દ' આવા જ્ઞાનમાં “ર્તુર્મપ્રવૃત્તેિ:' (પરદ્રવ્યનાં) કર્તાકર્મની પ્રવૃત્તિનો થમ્ સવાશ:' અવકાશ કેમ હોઈ શકે ?
વસ્તુ અખંડ એકરૂપ ચૈતન્યસ્વભાવમય છે. તેમાં કોઈ એવી શક્તિ નથી જે વિકાર કરે. આવા શક્તિમાન દ્રવ્ય ઉપર દૃષ્ટિ પડતાં જ્ઞાનની વર્તમાન દશા જ્ઞાતા-દષ્ટાસ્વભાવે પ્રગટ થઈ છે. અો! આવા જ્ઞાનમાં કર્તાકર્મની પ્રવૃત્તિનો અવકાશ કેમ લેઈ શકે?
જ્ઞાયક-સ્વરૂપ ત્રિકાળીમાં સ્વપરને પ્રકાશે એવી ત્રિકાળ એની શક્તિ છે. ત્રિકાળીને જાણે એવી એમાં શક્તિ છે. નિયમસારમાં આવે છે કે ત્રિકાળ જ્ઞાન-દર્શનનો ઉપયોગ એ ત્રિકાળને જાણે જ છે. વસ્તુનો સ્વભાવ આવો છે એની વાત છે. આ પરિણમનરૂપે (ઉપયોગ) છે એની વાત નથી. ત્રિકાળી વસ્તુને જાણવાનો સ્વભાવ ત્રિકાળ શક્તિરૂપે છે એમ વાત છે. પરિણતિરૂપે જાણે એ નહિ. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ ! અહીં કહે છે કે જ્ઞાનસ્વભાવના પરિણમનમાં રાગનું કર્તાપણું અને રાગનું કર્મપણું એવો અવકાશ કેમ હોઈ શકે? સ્વભાવનો આશ્રય લઈને જે જ્ઞાન-શ્રદ્ધાને પ્રગટ થયું તેમાં આખો આત્મા જણાયો, શ્રદ્ધામાં આવ્યો. તે જ્ઞાન, જે પર્યાયમાં રાગની અશુદ્ધતા છે, કે જે અશુદ્ધતાની પરિણતિ છે તેને વ્યવહારે જાણે, વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે; પરંતુ જ્ઞાની રાગનો કર્તા અને રાગ એનું કાર્ય એવો જ્ઞાનમાં અવકાશ કયાં છે ? ( નથી જ ).
અનાદિની આવી પોતાની સર્વજ્ઞસ્વભાવી ચીજ છે. અનાદિથી સાધક જીવો છે, મિથ્યાષ્ટિ જીવો પણ અનાદિથી છે. તેમ જગતની ચીજો પણ અનાદિથી છે. અને તે સર્વને જાણનારનો વિરહ પણ કદી જગતમાં પડતો નથી. એવી જ રીતે ભગવાન સર્વજ્ઞ-દેવની પ્રતિમા પણ અનાદિ કાળથી છે. તેનો પણ કદી વિરહ હોતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ લોકોને સત્ય તત્ત્વની ખબર નથી. ભાઈ ! ઉપરટપકે માની લઈએ એવી આ વસ્તુ નથી. આ તો ભાવમાં એનું ભાન થવું જોઈએ. ત્રણકાળ, ત્રણલોક અનાદિ-અનંત જ્ઞયપણે છે તો તેનો જાણનાર કોઈ કાળે ન હોય એમ બની શકે નહિ.
ભગવાન સર્વજ્ઞદેવ જેમ ત્રિકાળ શાશ્વત છે તેમ એમનું મૂર્તિરૂપે પ્રતિબિંબ પણ જગતમાં ત્રણે કાળ શાશ્વત છે. આવી જ વસ્તુની સ્થિતિ છે. અહીં કહે છે કે શાકભાવનું ભાન થતાં અંદર શક્તિરૂપ જે સામર્થ્ય હતું તે પ્રગટ થયું. એ જ્ઞાનમાં રાગનો હું કર્તા અને રાગ મારું કર્મ-એવી કર્તાકર્મની પ્રવૃત્તિનો અવકાશ કમ હોઈ શકે ? ન જ હોઈ શકે.
અરે ભાઈ ! પ્રગટેલું જ્ઞાન જાણવાનું કામ કરે કે કર્તાકર્મની પ્રવૃત્તિનું કામ કરે ? પદ્રવ્યના કર્તાકર્મનો જ્ઞાનમાં અવકાશ જ નથી. પરપરિણતિને તો છોડતું એ પ્રગટ થાય છે. તો જ્ઞાનમાં એનાં કર્તાકર્મ કેવાં? (છે જ નહિ).
હવે કહે છે-“વા' તથા ‘પૌત્તિ : વર્મવન્વ:' પદ્ગલિક કર્મબંધ પણ “થન્ ભવતિ' કેમ હોઈ શકે? ન જ હોઈ શકે. જો જ્ઞાનમાં કર્તાકર્મની પ્રવૃત્તિને અવકાશ નથી તો કર્મબંધનો અવકાશ કેમ હોઈ શકે? ન જ હોઈ શકે.
કળશટીકાના ૨૯ માં કળશમાં આવે છે કે-“સુખ, દુઃખ આદિ વિભાવપર્યાયરૂપ પરિણમતા જીવના જે કાળે આવા અશુદ્ધ પરિણમનરૂપ સંસ્કાર છૂટી જાય છે તે જ કાળે તેને અનુભવ છે. તેનું વિવરણ–શુદ્ધ ચેતનામાત્રનો આસ્વાદ આવ્યા વિના અશુદ્ધ ભાવરૂપ પરિણામ છૂટતા નથી અને અશુદ્ધ સંસ્કાર છુટયા વિના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતો નથી. તેથી જે કાંઈ છે તે એક જ કાળ, એક જ વસ્તુ, એક જ જ્ઞાન, એક જ સ્વાદ છે.” આવો મોક્ષનો માર્ગ કોઈ અપૂર્વ ચીજ છે, ભાઈ! સંસારનો વ્યય થઈને મોક્ષ થાય એનો આ જ ઉપાય છે. વ્યવહારથી આમ થાય અને તેમ થાય એમ લોકો વાદવિવાદમાં પડયા છે પરંતુ આમાં વાદવિવાદને અવકાશ નથી.
નિયમસારમાં પ્રાયશ્ચિત અધિકારમાં આવે છે કે-નિર્મળ દશા જે વીતરાગ પરિણતિ પ્રગટી તે પ્રાયશ્ચિત છે. પ્રાય:+ચિત, અર્થાત્ પ્રકૃષ્ટપણે ચિત કહેતાં જ્ઞાન તે પ્રાયશ્ચિત. એટલે ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ જે વસ્તુ છે તે પ્રાયશ્ચિત સ્વરૂપ જ છે. પરિણતિ પ્રગટી તે કાર્યનિયમ છે અને વસ્તુ જે ત્રિકાળી શુદ્ધ જ્ઞાનચેતનારૂપ છે તે કારણનિયમ છે. એટલે કે જે કાંઈ નિર્મળ પરિણતિ થાય તે પ્રકારે આખીય વસ્તુ સ્વભાવથી છે. પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે તો વસ્તુ વીતરાગસ્વરૂપ જ છે. કેવળજ્ઞાન પ્રગટ થાય તો દ્રવ્ય અખંડ જ્ઞાનસ્વરૂપ જ છે, આવા જ્ઞાતા-દષ્ટા સ્વભાવમાં જેમ રાગના કર્તાકર્મની પ્રવૃત્તિને અવકાશ નથી તેમ ધ્રુવ સ્વભાવના આશ્રયે પ્રગટ થયેલી જ્ઞાન પરિણતિમાં પણ રાગના કર્તાકર્મની પ્રવૃત્તિને અવકાશ નથી. તો પછી કર્તાકર્મની પ્રવૃત્તિના અભાવમાં કર્મનું બંધન થાય એનો અવકાશ ક્યાં રહ્યો? ( ન જ રહ્યો).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭ર ]
| [ ૫૫ કોઈ એમ કથન કરે છે કે “પદ્રવ્યનો કર્તા ન માને તે દિગંબર નથી, - ” આ કથનનું અહીં સ્પષ્ટ નિરાકરણ છે કે આત્મદ્રવ્યમાં પરદ્રવ્યની કર્તાકર્મપ્રવૃત્તિનો અવકાશ હોઈ શકે નહિ.
અરેરે! જીવો દુખથી ભય પામી સુખ શોધે છે, પણ એનો ઉપાય તેઓ જાણતા નથી ! જેમ ક્લની કળી શક્તિરૂપે છે તેમાંથી ફૂલ ખીલે છે તેમ ભગવાન આત્મા અનંતગુણપાંખીએ એક જ્ઞાયભાવ પણે અંદર બિરાજમાન છે. દષ્ટિ એનો સ્વીકાર કરીને જ્યાં અંર્તમન્ન થાય છે ત્યાં પર્યાયમાં જ્ઞાયભાવ પ્રગટ થાય છે. આ જ ધર્મની રીત છે, ભાઈ !
શેયોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસતા હતા તેમનાથી રહિત જ્ઞાનમાત્ર આકાર હવે અનુભવમાં આવ્યો તેથી “અખંડ” એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે.”
૩૧ ગાથામાં આવ્યું છે કે જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે એવી ભાવેન્દ્રિયો જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે. ખંડખંડને જાણે છે એ બીજી વાત, પણ જ્ઞાનને ખડખંડરૂપ જણાવે છે એમ ત્યાં કહ્યું છે. જ્ઞાનવસ્તુ તો ત્રિકાળ અખંડ છે. પણ શેયોના નિમિત્તે જ્ઞાનમાં અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસે છે. પરંતુ જ્યાં જ્ઞાયકમાં અંતર્મગ્ન થયો ત્યાં જાણનારજાણનાર-જાણનાર એવો અખંડ એક જ્ઞાયકભાવ અનુભવમાં આવે છે અને તેથી જ્ઞાનનું અખંડ' એવું વિશેષણ આપ્યું છે. આ “અખંડ ' ની વ્યાખ્યા કરી.
મતિજ્ઞાન આદિ જે અનેક ભેદો કહેવાતા હતા તેમને દૂર કરતું ઉદય પામ્યું છે તેથી ભેદના કથનોને તોડી પાડતું” એમ કહ્યું છે.” કળશટીકામાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, દ્રવ્ય-ગુણ-પર્યાય અથવા “આત્માને જ્ઞાનગુણ વડે અનુભવે છે”—એવા જે વિકલ્પો છે તે ભેદો છે એમ કહ્યું છે. તે ભેદોને દૂર કરતું-મૂળથી ઉખાડતું જ્ઞાન પ્રગટ થાય છે. અહાહા ! “જ્ઞાન તે આત્મા'—એ વિકલ્પ છે, ભેદ છે, અનુપચાર વ્યવહારનયનો વિષય છે. અને વસ્તુ અખંડ એકરૂપ અભેદ જ્ઞાયક છે. આવા અખંડ જ્ઞાયકનો જ્ઞાનમાં સ્વીકાર થવો તે સમ્યગ્દર્શન–જ્ઞાન છે. એનું નામ ધર્મ છે, સમજાણું કાંઈ ?
“પરના નિમિત્તે રાગાદિરૂપ પરિણમતું હતું તે પરિણતિને છોડતું ઉદય પામ્યું છે તેથી પપરિણતિને છોડતું”—એમ કહ્યું છે.” અનાદિથી રાગ અને જ્ઞાનના એકત્વપણે પરિણમતો હતો. તે જ્ઞાન પ્રગટ થતાં બન્નેની એક્તાબુદ્ધિ છૂટી ગઈ અને જ્ઞાન, જ્ઞાન ભણી વળ્યું તેથી પરપરિણતિને છોડતું” એમ કહ્યું છે.
પરના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમતું નથી, બળવાન છે તેથી “અત્યંત પ્રચંડ' કહ્યું છે.” જ્ઞાન, રાગથી એકપણે થઈ પરિણમતું નથી પણ જે રાગ થાય તેને પોતાથી ભિન્ન જાણવાપણે પરિણમે છે. જે કાળે રાગ આવ્યો તેને તે કાળે જાણતું અને સ્વને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૫૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
પણ તે કાળે જાણતું જ્ઞાન પોતાના સ્વપરપ્રકાશક સામર્થ્ય વડે પ્રગટ થાય છે. વળી તે બળવાન છે એટલે જ્ઞાનની જ્યાં ઉગ્રતા થઈ ત્યાં રાગ-દ્વેષ ભસ્મ થઈ જાય છે. જ્ઞાનની ઉગ્રતા કર્મના આકરા વિપાકના રસને પણ ભસ્મ કરી દે છે તેથી તેને ‘અત્યંત પ્રચંડ’ કહ્યું
છે.
આવો ભગવાનનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ! શુભરાગના સ્થૂળ વિકલ્પથી પકડાય એવું વસ્તુતત્ત્વ નથી. દ્રવ્યનું-આત્માનું સ્વરૂપ તો સૂક્ષ્મ નિર્વિકલ્પ છે, અને નિર્વિકલ્પ દષ્ટિથી જ પકડાય એમ છે.
પ્રશ્ન:- જ્ઞાનનું સ્વરૂપ તો સવિકલ્પ કહ્યું છે ને?
ઉત્ત૨:- ત્યાં સવિકલ્પ એટલે જ્ઞાન સ્વ અને પરને જાણે છે ભેદપૂર્વક સ્વ અને પરને જાણવું એમ અર્થ છે. વિકલ્પ એટલે રાગ એમ ત્યાં અર્થ નથી. જ્ઞાન તો રાગથી ભિન્ન જ છે. નિર્વિકલ્પ જ્ઞાન એટલે રાગના અવલંબરહિત જ્ઞાનથી જ વસ્તુતત્ત્વ પકડાય એમ છે. આ માર્ગ છે.
* કળશ ૪૭ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
કર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિથી હતો. હવે જ્યારે ભેદ–ભાવને અને ૫૨૫રિણતિને દૂર કરી એકાકાર જ્ઞાન પ્રગટ થયું ત્યારે ભેદરૂપ કારકની પ્રવૃત્તિ મટી; તો પછી હવે બંધ શા માટે હોય? અર્થાત્ ન હોય. જ્ઞાયકના લક્ષે અખંડ જ્ઞાયકની પરિણતિ જાગી ત્યારે ભેદરૂપ કારકોની પ્રવૃત્તિ મટી ગઈ. રાગનો હું કર્તા અને રાગ મારું કર્તવ્ય-એ પ્રવૃત્તિ મટી ગઈ. અભેદ કારકની પ્રવૃત્તિ થઈ. જ્ઞાન જ્ઞાયકને અનુભવતું પ્રગટ થયું. તો પછી ભિન્ન કારકોની પ્રવૃત્તિના અભાવમાં બંધ શા માટે હોય ? ન જ હોય. લ્યો, અહીં (ગાથા) ૭૨ પૂરી
થઈ.
દિનાંક ૯-૭-૭૬ થી ૧૨-૭-૭૬ ]
[પ્રવચન નં. ૧૨૦ થી ૧૨૩ *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૭૩ केन विधिनायमास्रवेभ्यो निवर्तत इति चेत्
अहमेक्को खलु सुद्धो णिम्ममओ णाणदंसणसमग्गो। तम्हि ठिदो तचितो सव्वे एदे खयं णेमि।। ७३ ।।
अहमेकः खलु शुद्धः निर्ममतः ज्ञानदर्शनसमग्रः।
तस्मिन् स्थितस्तचित्तः सर्वानेतान् क्षयं नयामि।। ७३।। હવે પૂછે છે કે કઈ વિધિથી (–રીતથી) આ આત્મા આસ્રવોથી નિવર્તે છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ
છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શનપૂર્ણ છું;
એમાં રહી સ્થિત, લીન એમાં, શીધ્ર આ સૌ ક્ષય કરું. ૭૩. ગાથાર્થ- જ્ઞાની વિચારે છે કેઃ [ 07] નિશ્ચયથી [ગદમ્] હું [ :] એક છું, [ શુદ્ધઃ] શુદ્ધ છું, [ નિર્મમત: ] મમતારહિત છું, [ જ્ઞાનવર્શનમ: ] જ્ઞાનદર્શનથી પૂર્ણ છું; [તસ્મિન સ્થિત:] તે સ્વભાવમાં રહેતો, [ તચિત્ત: ] તેમાં (–તે ચેતન્ય અનુભવમાં) લીન થતો (હું ) [9તાન] આ [ સર્વાન] ક્રોધાદિક સર્વ આસવોને [ક્ષય] ક્ષય [નયામ] પમાડું
ટીકાઃ- હું આ આત્મા-પ્રત્યક્ષ અખંડ અનંત ચિત્માત્ર જ્યોતિ-અનાદિ-અનંત નિત્યઉદયરૂપ વિજ્ઞાનઘનસ્વભાવભાવપણાને લીધે એક છું (કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાના અને અધિકરણસ્વરૂપ ) સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છું; પુદ્ગલ દ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદિભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) તેના સ્વામીપણે પોતે સદાય નહિ પરિણમતો હોવાથી મમતારહિત છું; ચિન્માત્ર જ્યોતિનું (આત્માનું), વસ્તુસ્વભાવથી જ, સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું (આખાપણું) હોવાથી, હું જ્ઞાનદર્શન વડે પરિપૂર્ણ છું. આવો હું આકાશાદિ દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુવિશેષ છું. તેથી હવે હું સમસ્ત પરદ્રવ્યપ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ જ આત્મસ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો, સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતા જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આને જ (આ ચૈતન્યસ્વરૂપને જ) અનુભવતો થકો,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે આ ધાદિક ભાવો તે સર્વને ક્ષય કરું છું-એમ આત્મામાં નિશ્ચય કરીને, ઘણા વખતથી પકડેલું જે વાણ તેને જેણે છોડી ધંધું છે એવા સમુદ્રના વમળની જેમ જેણે સર્વ વિકલ્પોને જલદી વમી નાખ્યા છે એવો, નિર્વિકલ્પ, અચલિત નિર્મળ આત્માને અવલંબતો, વિજ્ઞાનઘન થયો થકો, આ આત્મા આસ્રવોથી નિવર્ત છે.
ભાવાર્થ- શુદ્ધનયથી જ્ઞાનીએ આત્માનો એવો નિશ્ચય કર્યો કે “હું એક છું, શુદ્ધ છું, પરદ્રવ્ય પ્રત્યે મમતારહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ વસ્તુ છું'. જ્યારે તે જ્ઞાની આત્મા આવા પોતાના સ્વરૂપમાં રહેતો થકો તેના જ અનુભવરૂપ થાય ત્યારે ક્રોધાદિક આસ્રવો ક્ષય પામે છે. જેમ સમુદ્રના વમળે ઘણા કાળથી વહાણને પકડી રાખ્યું હોય પણ પછી જ્યારે વમળ શમે ત્યારે તે વહાણને છોડી દે છે, તેમ આત્મા વિકલ્પોના વમળને શમાવતો થકો આગ્નવોને છોડી દે છે.
સમયસાર ગાથા ૭૩: મથાળું હવે પૂછે છે કે કઈ વિધિથી, કઈ રીતથી આ આત્મા આસ્રવોથી નિવર્તે છે? પુણ્યપાપના ભાવ છે તે આસ્રવ છે, મલિન છે, અચેતન છે, દુઃખ છે, ચૈતન્યની જાતથી વિરુદ્ધ કજાત છે. અહાહા! જેને સ્વરૂપ સમજવાની ગરજ થઈ છે તે શિષ્ય પૂછે છે કે પ્રભો! આ આત્મા પુણ્ય-પાપના ભાવોથી કઈ વિધિથી નિવર્તે છે? અંદર આસ્રવોથી નિવર્તવાનો પોકાર થયો છે તે પૂછે છે કે આ (અજ્ઞાન-કર્તાકર્મ)ની પ્રવૃત્તિથી નિવૃત્તિ કઈ રીતે થાય? તેના ઉત્તરરૂપ ગાથા કહે છે:
* ગાથા ૭૩ : ટીકા ઉપરનું પ્રવચન * હું આ આગ્નવોને ક્ષય પમાડું છું. અહાહા! શૈલી તો જુઓ! (આત્મા) આમ કરે તો આમ થાય એમ નથી લીધું. “હું” ક્ષય પમાડું છું એમ વાત લીધી છે. ગજબ શૈલી છે! શું કહે છે? “હું આ આત્મા-પ્રત્યક્ષ અખંડ અનંત ચિન્માત્રજ્યોતિ અનાદિ-અનંત નિત્ય-ઉદયરૂપ વિજ્ઞાનઘનસ્વભાવભાવપણાને લીધે એક છું.’ ‘પદમેઘો' કહ્યું છે ને? એની આ વ્યાખ્યા
કરી.
“હું” શબ્દથી પોતાની અસ્તિ સિદ્ધ કરી છે અને “આ” થી પ્રત્યક્ષ અતિ દર્શાવી છે. છે ને કે હું આ આત્મા પ્રત્યક્ષ ચિન્માત્ર જ્યોતિ છું? પ્રત્યક્ષ થઈ શકે એ વાત નથી. પ્રત્યક્ષ છે જ. ભગવાન આત્મા પ્રત્યક્ષ છે. શક્તિના અધિકારમાં બારમી “સ્વયં પ્રકાશમાન વિશદ એવા સ્વસંવેદનમયી (સ્વાનુભવમયી) પ્રકાશશક્તિ” કહી છે. વસ્તુ પોતે પોતાથી પ્રત્યક્ષ થાય એવા પ્રકાશગુણ સહિત છે. આત્માનો એવો પ્રકાશસ્વભાવ છે કે પોતે જ પોતાના સ્વસંવેદનમાં પ્રત્યક્ષ પ્રકાશમાન થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
| [ ૫૯
સમયસાર ગાથા ૭૩ ]
વળી અખંડ છું એમ કહું છું. અહાહા..! એક સમયની પર્યાયનો ભેદ પણ આત્મામાં કયાં છે? (નથી). પર્યાય તો વ્યવહારનયનો વિષય છે. સોળમી ગાથામાં એમ કહ્યું કે જ્ઞાનદર્શન-ચારિત્રપણે આત્મા પરિણમે છે એ મેચકપણું-મલિનતા છે. એકને ત્રણપણે પરિણમતો કહેવો એ મેચક છે. ભેદ પડે તે મેચક છે, વ્યવહાર છે, અસત્યાર્થ છે. વસ્તુ શુદ્ધ એકાકાર છે તે નિશ્ચય છે.
વળી હું અનંત ચિન્માત્રજ્યોતિ છું. સ્વભાવની શક્તિનું સ્વરૂપ જ અનંત છે. અખંડ અને અનંત એ ત્રિકાળી ચિન્માત્રજ્યોતિનાં વિશેષણ છે. આ ભાવની વાત કરી. હવે કાળની વાત કરે છે.
હું અનાદિ અનંત કહેતાં ત્રિકાળ આદિ-અંત રહિત છું. જે છે એની આદિ શું? જે છે એનો અંત શું? વસ્તુ તો અનાદિ-અનંત નિત્ય-ઉદયરૂપ છે. વસ્તુ નિત્ય પ્રગટરૂપ છે. સૂર્ય તો સવારે ઊગે અને સાંજે નમી જાય. પરંતુ આ ચૈતન્યસૂર્ય તો નિત્ય ઉદયરૂપ જ છે. અહાહા ! વર્તમાનમાં અનાદિ-અનંત નિત્ય-ઉદયરૂપ ચિત્માત્રજ્યોતિ હું છું એમ કહે છે.
જેમ અગ્નિની જ્યોતિ છે તેમ આ આત્મા ચિન્માત્રજ્યોતિ છે. તેનો આશ્રય લેતાં સંસાર બળીને ખાક થઈ જાય છે. આટલાં વિશેષણો કહીને હવે કહે છે કે વિજ્ઞાનઘન-સ્વભાવભાવપણાને લીધે હું એક છું. વિજ્ઞાનઘનસ્વભાવ એટલે વિકલ્પ તો શું, જેમાં એક સમયની પર્યાયના પણ પ્રવેશનો અવકાશ નથી. પર્યાય તેની ઉપર ઉપર તરે છે પણ અંદર પ્રતિષ્ઠા પામતી નથી. આ વાત અગાઉ કળશમાં આવી ગઈ છે. બધા આત્મા ભેગા થઈને હું એક છું એમ નથી. આ તો એલું વિજ્ઞાનનું દળ જેમાં પરનો કે પર્યાયનો પ્રવેશ નથી એવા ચિન્માત્રજ્યોતિ હું વિજ્ઞાનઘનસ્વભાવભાવપણાને લીધે એક છું.
આત્માનું ક્ષેત્ર ભલે અસંખ્યાત્વદેશી શરીર પ્રમાણ હોય. પરંતુ તેના સ્વભાવનું સામર્થ્ય અનંત, અપાર-બેહદ છે. ક્ષેત્રની કિંમત નથી, સ્વભાવના સામર્થ્યની કિંમત છે. સાકરના ગાંગડા કરતાં સેકેરીનની કણીનું ક્ષેત્ર ખૂબ નાનું છે. પણ સેકેરીનની મીઠાશ અનેકગણી છે. એમ ભગવાન આત્મા શરીર પ્રમાણ થોડા ક્ષેત્રમાં રહેવા છતાં એનું વિજ્ઞાનઘનસ્વભાવરૂપ સામર્થ્ય અનંત છે. ભાઈ! ક્યાં કેટલામાં તે છે ત્યાં ધ્યાન લગાવવાથી તે પ્રગટ થાય છે.
આત્મા આસ્રવોથી કેવી રીતે નિવર્તે છે-એમ શિષ્યનો પ્રશ્ન છે. તેનો આ ઉત્તર ચાલે છે. આત્મા અખંડ, અનંત, પ્રત્યક્ષ ચિત્માત્રજ્યોતિ વિજ્ઞાનઘનસ્વભાવભાવપણાને લીધે એક છે. તેની દૃષ્ટિ કરતાં મિથ્યાત્વનો આસ્રવ ટળી જાય છે. આ સૌ પ્રથમ ધર્મની શરુઆતની વાત છે. અહીં એક બોલ થયો
હવે “હું શુદ્ધ છું” એ બીજો બોલ કહે છે. “(કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦ ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૪ અપાદાન અને અધિકરણસ્વરૂપ) સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છું.
આત્મા પરનો કર્તા અને પર એનું કાર્ય એવું એનામાં છે જ નહિ. આત્મા સિવાય શરીર, મન, વચન, ઇન્દ્રિય, કુટુંબ કે દેશ ઇત્યાદિ પર દ્રવ્યનો હું કર્તા અને એમાં જે કિયા થઈ તે મારું કર્મ એવું છે જ નહિ. આ વાત અહીં લીધી નથી કેમકે જે પરદ્રવ્ય છે તે કાર્ય વિના કદીય કોઈ કાળે ખાલી નથી. આ એક વાત.
- હવે બીજી વાત : દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજાના અશુદ્ધ ભાવ થાય તેનો હું કર્તા અને તે મારું કર્મ, હું સાધન, હું સંપ્રદાન, મારામાંથી થયું અને મારા આધારે થયું આવા રાગની ક્રિયાના પકારકની પ્રક્રિયા તે આત્માના સ્વરૂપમાં નથી.
હવે ત્રીજી વાત : એક સમયની નિર્મળ પર્યાયના પકારકો-જેમકે નિર્મળ પર્યાયનો કર્તા હું, નિર્મળ પર્યાય તે મારું કર્મ, તેનું સાધન હું, મારા માટે તે થઈ, મારાથી થઈ, મારા આધારે થઈ–આમ નિર્મળ પર્યાયના પકારકોની જે પ્રક્રિયા તેનાથી પાર ઊતરેલી એટલે ભિન્ન જે નિર્મળ અનુભૂતિ તે (ત્રિકાળી) અનુભૂતિમાત્રપણાને લીધે હું શુદ્ધ છું. અહીં
અનુભૂતિ' એ પર્યાયની વાત નથી પણ ત્રિકાળી દ્રવ્યની વાત છે. પર્યાયમાં પકારકનું પરિણમન સ્વતંત્ર છે. એનાથી મારી ચીજ (ત્રિકાળી) ભિન્ન છે. અહાહા ! વર્તમાન નિર્મળ પરિણતિથી મારો ત્રિકાળી અનુભૂતિસ્વરૂપ ભગવાન ભિન્ન છે –એને અહીં શુદ્ધ કહ્યો છે.
નિર્મળ અનુભૂતિની પર્યાયના ભેદને લક્ષમાં લેવો એ વ્યવહારનય છે, અશુદ્ધતા છે, મેચકપણું-મલિનતા છે. આત્મા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણપણે પરિણમે એમ લક્ષમાં લેવું એ વ્યવહારનય છે. એ પ્રમાણે (ત્રણપણે) આત્માને-પોતાને અનુભવતાં આસ્રવોથી નિવૃત્તિ નહિ થાય. પ્રવચનસારના નય-અધિકારમાં કહે છે કે માટીને એના વાસણ આદિ પર્યાયના ભેદથી જોવી એ અશુદ્ધનય છે. તેમ આ આત્માને તેના પારકના પર્યાયના ભેદથી જવો તે અશુદ્ધનય છે. જ્ઞાનની પર્યાય, આનંદની પર્યાય, વીર્યની પર્યાય-એમ પર્યાયના ભેદથી આત્મા જોવો તે અશુદ્ધપણું છે એનાથી મિથ્યાત્વનો આસ્રવ નહિ મટે. અહીં તો કહે છે કે પદ્યરકની પ્રક્રિયાથી ભિન્ન વસ્તુ ત્રિકાળી અનુભૂતિસ્વરૂપ જે ભગવાન આત્મા છે તેના ઉપર દૃષ્ટિ આપતાં મિથ્યાત્વનો આસ્રવ ટળી જાય છે.
દયા, દાનના વિકલ્પથી ધર્મ માને એ તો મિથ્યાત્વ છે જ, પરંતુ પોતાને નિર્મળ પર્યાયના ભેદથી લક્ષમાં લેતાં જે વિકલ્પ થાય એનાથી ધર્મ થાય એમ માને તે પણ મિથ્યાત્વ
ભગવાન આત્મા એક સમયની પર્યાયના પકારકના પરિણમનથી પાર ઊતરેલી-ભિન્ન અનુભૂતિમાત્ર ત્રિકાળી શુદ્ધ વસ્તુ છે. આ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક ઉપર દષ્ટિ જતાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૬૧
સમયસાર ગાથા ૭૩ ] સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન પ્રગટે છે અને ત્યારે આત્મા આસ્રવથી નિવૃત્ત થાય છે. અહાહા...! વિકારના પકારકની પરિણમનરૂપ ક્રિયા તો દૂર રહી, અહીં તો જ્ઞાનનો જે પ્રગટ અંશ એના પકારકની પ્રક્રિયા-પરિણમનથી ત્રિકાળી અનુભૂતિસ્વરૂપ ભગવાન ભિન્ન છે અને એને અહીં શુદ્ધ કહેલ છે. એવા ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યની દૃષ્ટિ થતાં મિથ્યાત્વનો આસ્રવ ટળી જાય છે. આ વિધિથી જીવ આસ્રવોથી નિવર્તે છે.
જેમ શીરો બનાવવો હોય તો એની વિધિ એ છે કે પ્રથમ આટો ઘીમાં શેકે અને પછી એમાં ગોળનું પાણી નાખે તો શીરો તૈયાર થાય. તેમ આત્મામાં ધર્મ કેમ થાય તે સમજાવે છે. એક સમયમાં કારકના ભેદોથી પાર અભેદ શુદ્ધ ચૈતન્યમય ત્રિકાળ વસ્તુ છે. તેના ઉપર દષ્ટિ આપતાં સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થાય છે, અને મિથ્યાત્વનો આસ્રવ છૂટી જાય છે. આગળ આવશે કે જેમ જેમ દ્રવ્યનો આશ્રય વધશે તેમ તેમ આસ્રવ મટી જશે. આ એની રીત અને પદ્ધતિ છે. બીજી રીતે કરવા જઈશ તો મરી જઈશ તોપણ વસ્તુ પ્રાપ્ત નહિ થાય. પૂર્ણાનંદનો નાથ અભેદ એક ચૈતન્યમય ભગવાન છે. એનું ત્રિકાળ ટક્ત જીવન તે એનું સત્ત્વ-તત્ત્વ છે. એનો સ્વીકાર છોડીને નિમિત્ત, રાગ અને ભેદમાં અટકીશ તો મિથ્યાત્વાદિ આસ્રવ થશે, પરંતુ વીતરાગતારૂપ ધર્મ નહિ થાય. આવો વિતરાગનો માર્ગ જેમ છે તેમ સમજવો જોઈએ. એક સ્તુતિકારે કહ્યું છે કે
“પ્રભુ તુમ જાણગ રીતિ, સહુ જગ દેખતા હો લાલ;
નિજ સત્તાએ શુદ્ધ, સહુને પેખતા હો લાલ.” હે નાથ ! આપ જ્ઞાનમાં ત્રણકાળ ત્રણલોક જુઓ છો. તેમાં આપ બધા આત્માઓ નિજ સત્તાએ પરિપૂર્ણ શુદ્ધ ભગવાન છે એમ જોઈ રહ્યા છો. આ વાત અહીં લીધી છે. પર્યાયના પકારકની પરિણતિથી ભિન્ન આખું ચૈતન્યનું દળ ભગવાન આત્મા શુદ્ધ છે. એને વિષય કરનારી દષ્ટિ પણ એમાં સમાતી નથી એવો એ ત્રિકાળી એક શુદ્ધ છે એમ ભગવાને જોયો છે. જ્યારે એક સમયની પર્યાયનું લક્ષ છોડી ત્રિકાળી એક શુદ્ધ અનુભૂતિસ્વરૂપ ચૈતન્ય ભગવાનના લક્ષ પરિણમન કરે છે ત્યારે મિથ્યાત્વનો નાશ થઈ સમ્યગ્દર્શનની વીતરાગી પરિણતિનો ઉત્પાદ થાય છે. આવી અંતરની ક્રિયા સમજાય નહિ એટલે કોઈ દયા પાળો, વ્રત કરો, પૂજા-પ્રભાવના કરોએમ બહારની ક્રિયાઓમાં ધર્મ બતાવે એટલે રાજી-રાજી થઇ જાય. પરંતુ ભાઇ! એ તો બધી રાગની ક્રિયાઓ છે. રાગ છે એ તો અચેતન આંધળો છે, એમાં જ્ઞાનનું ચૈતન્યનું કિરણ નથી. જેમ સૂરજનું કિરણ સફેદ ઉજ્વળ હોય પણ કોલસા જેવું કાળું ન હોય, તેમ ચૈતન્યસૂર્યનું પર્યાયરૂપ કિરણ ચૈતન્યમય, આનંદમય હોય પણ આંધળું રાગમય ન હોય.
આત્મા છ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર જે નિર્મળ અનુભૂતિસ્વરૂપ ત્રિકાળી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
શુદ્ધ ચૈતન્ય ભગવાન છે તે ભૂતાર્થ છે. તેના ઉપર દષ્ટિ દેતાં મિથ્યાદર્શનનો વ્યય અને સમ્યગ્દર્શનનો ઉત્પાદ થાય છે. પર્યાયના ભેદને લક્ષમાં લેવો તે અશુદ્ધતા છે. એક સમયની જે નિર્મળ પર્યાય પ્રગટ થાય તેનાથી ભિન્ન, સંયોગથી ભિન્ન અને દયા, દાનના વિકલ્પથી પણ ભિન્ન અનુભૂતિસ્વરૂપ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. તેનો આશ્રય કરવાથી ધર્મની શરૂઆત થાય છે. આ ધર્મ પામવાની વિધિ છે.
કેવળીના કેડાયતો ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ અને શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ કેવળજ્ઞાન કેમ થાય અને તે પહેલાં સમ્યગ્દર્શન કેમ થાય એની રીત બતાવે છે. કહે છે કે પર્યાયના ષટ્કારકોના ભેદની રુચિ છોડીને અખંડ એક અનુભૂતિસ્વરૂપ ત્રિકાળી ભગવાન અંદર પડયો છે એનો આશ્રય કર. ત્યારે સમ્યગ્દર્શન અને સમ્યક્ષતિશ્રુતજ્ઞાન થાય છે.
ધવલમાં આવે છે કે શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. અર્થાત્ સમ્યક્ મતિશ્રુતજ્ઞાન જેને પ્રગટ થયું તેને અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ થશે તે નિશ્ચિત છે. કેવળજ્ઞાન-સર્વજ્ઞપદ સાધ્ય છે, પરંતુ ધ્યેય તો ત્રિકાળી શુક્ર દ્રવ્ય જ છે. પરિણતિમાં પૂર્ણ સાઘ્ય સિદ્ધદશા પ્રગટ થાય તેનો આધાર-આશ્રય ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જ છે. અહાહા...! સમજવાની ચીજ આ જ છે કે પર્યાયથી પાર જે ત્રિકાળી ભગવાન ભિન્ન છે તે શુદ્ધ છે અને તે શુદ્ધનો જે પર્યાયે નિર્ણય કર્યો તે પર્યાય તે શુદ્ધમાં દ્રવ્યમાં ) નથી. પર્યાય પર્યાયમાં રહીને દ્રવ્ય શુદ્ધ છે એમ અનુભવ કરે છે. આવો ભગવાન વીતરાગદેવનો માર્ગ છે. તેને રાગથી કે ભેદથી પ્રાપ્ત કરવા જઈશ તો વસ્તુ-સત્ હાથ નહિ આવે.
એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જેણે જોયા છે તે ભગવાન (સીમંધર નાથ )ની વાણી શ્રી કુંદકુંદાચાર્યદેવે સાક્ષાત્ સાંભળી હતી. આત્માના અનુભવ સહિત તેઓ મહા ચારિત્રવંત હતા. ભરતમાં પધારી તેમણે સંદેશ આપ્યો કે-૫૨ને મારી શકું, ૫૨ને જીવાડી શકું, પરની દયા પાળી શકું એમ જે માને છે તે મૂઢ છે, મિથ્યાદષ્ટિ છે. પ૨ના કામ કરવાનો બોજો માથે લઈને પોતાને પ૨નો કર્તા માને એ મૂઢ છે, અજ્ઞાની છે. પ૨ની દયાનો ભાવ આવે એ જાદી વાત છે, પણ બીજાને જીવાડી શકું છું એ માન્યતા એકલું અજ્ઞાન છે. પ્રભો! તું તો જ્ઞાતા-દષ્ટા છો ને! જાણવું-દેખવું એ જ તારું જીવન છે. એને બદલે ૫૨ને સુખીદુ:ખી કરવાનું માને એ તો તારા જ્ઞાનસ્વભાવનો અનાદર છે, હિંસા છે. અહીં તો કહે છે કે સમ્યગ્દર્શનની નિર્મળ પર્યાય જે પ્રગટ થાય તેનો કર્તા પર્યાય પોતે, કર્મ પોતે, સાધન પર્યાય પોતે, ઇત્યાદિ છ કારકોના ભેદના વિકલ્પથી પાર વસ્તુ ત્રિકાળી શુદ્ધ છે. એ અખંડ એક વિજ્ઞાનસ્વભાવી શુદ્ધની દષ્ટિ કરતાં નિર્મળ પર્યાય પ્રગટે છે અને તે ધર્મ છે. પરંતુ ત્રિકાળી શુદ્ધ વસ્તુમાં ભેગી પર્યાયને ભેળવે તો એ સમ્યગ્દર્શનનો વિષય રહેતો નથી પણ અશદ્ધતા પ્રગટ થાય છે. લ્યો, આ બીજો બોલ થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૩ ]
[ ૬૩ હવે નિર્મમ છું-એમ ત્રીજો બોલ કહે છે. પરનાં કામ કરે છે એ વાત તો દૂર રહી, પરંતુ જે રાગ-વિકલ્પ થાય એનું સ્વામીપણું એને નથી એમ હવે કહે છે. નરસિંહ મહેતાએ કહ્યું છે ને કે
“હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ થાન તાણે.'
દુકાનના થડ બેઠો હોય, ઘરાક માલ લઈ જાય, રોજના પાંચસો-સાતસોની પેદાશ થતી હોય, ત્યાં માને કે આ દુકાનનું ગાડુ મારાથી ચાલે છે. મારે રોજની આટલી પેદાશ, હું; ધૂળેય નથી, સાંભળને. એ કોણ રળે? ભાઈ ! રળવાના ભાવ છે એ તો પાપ છે અને એનો કર્તા થાય એ તો એકલું અજ્ઞાન છે. વીતરાગ પરમેશ્વરના દરબારમાં આવેલી આ વાત છે.
- ત્રીજો બોલ “પુદ્ગલદ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદિભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું ) તેના સ્વામીપણે પોતે સદાય નહિ પરિણમતો હોવાથી મમતારહિત છું.”
અહાહા...! કેવી સરસ વાત કરી છે! પુણ્ય અને પાપના અનેક પ્રકારે જે વિકારી ભાવ થાય છે તેનો પુગલ સ્વામી છે, હું તેનો સ્વામી નથી. એ વિકારી ભાવનો સ્વામી હું નહિ એ વાત તો ઠીક, પણ તેના સ્વામીપણે હું સદાય પરિણમતો નથી એમ કહે છે. પુણ્ય-પાપના જે અનેક પ્રકારના વિકારી ભાવ છે તેમના સ્વામીપણે હું સદાય પરિણમતો નથી માટે નિર્મમ છું. ક્ષાયિક સમકિત થયા પછી પણ રાગ તો યથાસંભવ આવે, મુનિપણાની ભૂમિકામાં પણ વ્યવહારરત્નત્રયનો રાગ તો આવે; પણ તે રાગના સ્વામીપણે સદાય નહિ પરિણમતો હોવાથી હું-આત્મા નિર્મમ છું એમ ધર્મી માને છે. તેને આ વિધિથી આગ્નવોની નિવૃત્તિ થાય છે.
૪૭ નયના અધિકારમાં (પ્રવચનસારમાં) લીધું છે કે (ક ) રંગેરેજ જેમ રંગનો ર્તા છે તેમ જ્ઞાનીને જેટલું હુજુ રાગનું પરિણમન છે તેનો તે ર્તા છે. પણ એ તો ત્યાં જે પરિણમન છે તે અપેક્ષાએ કર્તા કહેલ છે. જ્ઞાની તેનો સ્વામીપણે ક્ત થતો નથી. આ રાગ ર્તવ્ય છે, કરવા લાયક છે એમ જ્ઞાનીને તેનું સ્વામીપણું નથી. અહીં....! દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ જે રાગ થાય તેના સ્વામીપણે સમકિતી કદીય પરિણમતા નથી. ગજબ વાત છે! તે સર્વનું સ્વામી પુદ્ગલ છે, હું નહિ એમ માનતો ધર્મી જીવ આસ્રવોથી નિવર્તે છે.
પ્રશ્ન:- આ દયા, દાન, ભક્તિ-પૂજા કરીએ તે ધર્મ ખરો કે નહિ?
ઉત્તરઃ- એમાં જરાય ધર્મ નથી. ભાઈ ? એ તો બધા શુભરાગના ભાવ છે, પુણ્યબંધનાં કારણ છે; અને એનું સ્વામીપણું માને તો મિથ્યાત્વ છે. બાપુ! વીતરાગી ધર્મનો માર્ગ જુદો છે. ભાઈ ! ભગવાનની દિવ્યધ્વનિતો પ્રવાહ અહીં ભારતમાં આવ્યો તેમાં એમ કહે છે કે-રાગના સ્વામીપણે પરિણમવું એ તારી પ્રભુતા નથી, એ તો રોકાઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ છે. પ્રભુ! અંદર અનંત અનંત નિર્મળ ગુણનો ખજાનો ભર્યો છે તેની સન્મુખ ઢળતાં રાગનું સ્વામીપણું સહુજ છૂટી જાય છે અને એ ધર્મ છે. ભગવાન ગણધરદેવ પણ જે રાગનું પરિણમન છે તેને જાણે પણ તેના સ્વામીપણે કદીય પરિણમે નહિ. પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી ધર્મીને વ્યવહારના વિકલ્પ આવે ખરા, પણ તે કર્તવ્ય છે એમ તેના સ્વામીપણે તે પરિણમતા નથી.
૪૭ શક્તિઓમાં એક સ્વભાવમાત્ર સ્વસ્વામિત્વમથી સંબંધ શક્તિ છેલ્લી કહેલી છે. દ્રવ્ય-ગુણ અને પર્યાય જે શુદ્ધ છે તે મારું સ્વ અને હું તેનો સ્વામી એવી આત્મામાં અસ્વામિત્વ સંબંધશક્તિ છે. તે શક્તિનું નિર્મળ પરિણમન થતું તે ધર્મ છે.
લોકમાં તો હું પત્નીનો પતિ, ગૃહપતિ, લક્ષ્મીપતિ, કોડપતિ, ઇત્યાદિ પોતાને જડના પતિ માને છે, પણ એ મૂઢતા છે. કોના પતિ તારે થવું છે, ભાઈ? ધર્મી કહે છે કે જડનો સ્વામી તો હું નહિ પણ જે રાગ થાય છે તેનો સ્વામી પણ હું નહિ. એ રાગનો સ્વામી પણ પુદ્ગલ છે. અહીં હું એક છું, શુદ્ધ છું એમ પહેલાં અસ્તિથી કહ્યું અને રાગનું સ્વામીપણું મને નથી એમ નિર્મમ છું કહીને નાસ્તિપણું બતાવ્યું.
અહીં કહ્યું કે ક્રોધાદિ વિકારનો સ્વામી પુદ્ગલ છે માટે પુગલને લઈને વિકાર થાય છે એમ કોઈ માને તો તે યથાર્થ નથી. પુદ્ગલને લઈને વિકાર થયો છે એમ નથી. એ તો પરદ્રવ્ય છે. પણ વિકાર થયો છે નિમિત્તના લક્ષે એ નિશ્ચિત. સ્વભાવમાં-સ્વરૂપમાં તો વિકાર છે જ નહિ અને નિમિત્તના લક્ષે તે થયો છે તેથી પુદ્ગલ એનો સ્વામી છે એમ કહ્યું છે. આમ જ્યાં જે અપેક્ષા હોય તે સમજવી જોઈએ.
પુણના શુભભાવ થાય એ વર્તમાન દુ:ખરૂપ છે. વળી એના ફળમાં સંયોગ મળશે અને એના (સંયોગ) પર લક્ષ જતાં પણ રાગ એટલે દુઃખ જ થશે માટે ભવિષ્યમાં થવાવાળા દુ:ખના પણ એ કારણરૂપ છે. આ વાત આગળ ગાથા ૭૪ માં આવશે. અરે! પુણ્યના ફળમાં અહંતાદિનો સંયોગ મળશે અને એ સંયોગ પર લક્ષ જતાં રાગ જ થશે. અહીં...! સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ એમ કહે છે કે પ્રભુ! અમે તારા માટે પરદ્રવ્ય છીએ, અને પરદ્રવ્ય ઉપર લક્ષ જતાં રાગ જ થશે, ધર્મ નહિ થાય. મોક્ષપાહુડની ૧૬મી ગાથામાં કહ્યું છે કે “પરવાનો હુડ્ડ' પરદ્રવ્ય ઉપર લક્ષ જાય તે દુર્ગતિ છે, ચૈતન્યની ગતિ નહિ. ભાઈ ! રાગની પરિણતિ થાય એ ચૈતન્યની પરિણતિ નહિ. અહાહા ! જેના ફળમાં કેવળજ્ઞાન અને સાદિ-અનંત અનંત સમાધિસુખ પ્રગટે તેવી દશાને પ્રાપ્ત ધર્મી જીવ એમ કહે છે કે રાગ થાય તેના સ્વામીપણે સદાય હું પરિણમતો નથી. જે સ્વરૂપમાં નથી અને સ્વરૂપના આશ્રયે થયેલી નિર્મળ સ્વપરિણતિમાંય નથી તે રાગનું મને સ્વામીપણું નથી. દ્રવ્યગુણ તો ત્રિકાળ નિર્મળ છે. તેના આશ્રયે જે નિર્મળ દશા પ્રગટી તે મારું સ્વ અને હું તેનો સ્વામી છું એમ ધર્મી માને છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૩ ]
[ ૬૫ સ્ત્રીને લોકો અર્ધાગના કહે છે. એમ કે-અડધું અંગ મારું અને અડધું અંગ તારું-એમ તેઓ માને છે. પણ એ તો બધી મૂઢ લોકોની ભ્રમણા છે, એ તો મિથ્યાત્વની માન્યતા છે. પરના સ્વામીપણાની તો અહીં વાત જ કયાં છે? અહીં તો કહે છે કે રાગના સ્વામીપણે સદાય નહિ પરિણમતો એવો હું નિર્મમ છું. આ તો પ્રથમ આવો વિકલ્પથી નિર્ણય કરે, પછી સ્વભાવનો ઉગ્ર પુરુષાર્થ કરતાં વિકલ્પ છૂટી જાય છે. ભાઈ ! આ માર્ગ હાથ આવે એના જન્મ-મરણના ફેરા મટી જાય એવી આ વાત છે. આ ત્રણ બોલ થયા.
હવે ચોથો બોલ કહે છે:-- “ચિન્માત્ર જ્યોતિનું (આત્માનું), વસ્તુસ્વભાવથી જ, સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું (આખાપણું ) હોવાથી, હું જ્ઞાનદર્શન વડે પરિપૂર્ણ છું.” સામાન્ય તે દર્શન અને વિશેષ તે જ્ઞાન એમ દર્શન-જ્ઞાન વડે પરિપૂર્ણ વસ્તુ છું. આત્મા વિકારપણે તો નથી, અલ્પજ્ઞપણે પણ નથી. અહીં કહે છે કે જ્ઞાન-દર્શનસ્વભાવથી પરિપૂર્ણ છું. વર્તમાન અલ્પજ્ઞ પર્યાય એમ નિર્ણય કરે છે કે પર્યાય જેટલો હું નહિ, પણ હું તો જ્ઞાનદર્શનસ્વભાવથી પરિપૂર્ણ વસ્તુ છું.
ભાઈ ! આ મિથ્યા ભ્રાન્તિનું મોટું તોફાન છે તેને શમાવવાની-મટાડવાની આ વાત ચાલે છે. મિથ્યાત્વરૂપી આસ્રવથી નિવર્તવાનો ઉપાય શું? આ પ્રશ્નનો ઉત્તર ચાલે છે. કહે છે કે હું જ્ઞાન-દર્શનથી પરિપૂર્ણ વસ્તુવિશેષ છું એમ પ્રથમ નક્કી કર. સામાન્ય અને વિશેષ વડ પરિપૂર્ણપણું હોવાથી હું આકાશાદિ દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુવિશેષ છું અહીં સુધી તો વિકલ્પથી નિર્ણય કરવાની વાત છે કે
-હું અખંડ જ્ઞાનજ્યોતિસ્વરૂપ વિજ્ઞાનઘનસ્વભાવપણાને લીધે એક છું. –ષકારકના પરિણમનથી રહિત શુદ્ધ છું. -રાગપણે સદાય નહિ પરિણમનારો નિર્મમ છું. -જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ વસ્તુવિશેષ છું.
વર્તમાન દશા અલ્પજ્ઞ હોવા છતાં સ્વભાવથી હું પરિપૂર્ણ છું. આકાશ જેમ પદાર્થ છે, પરમાણુ જેમ પદાર્થ છે તેમ હું પણ પારમાર્થિક વસ્તુવિશેષ છું, એટલે કે સર્વથી ભિન્ન વસ્તુ છું. આ પ્રમાણે પ્રથમ વિકલ્પથી નિર્ણય કરે છે એની આ વાત છે. વિકલ્પ તોડીને અનુભવ કરવાની વાત પછી કહેશે. આ તો બીજાઓએ (અજ્ઞાનીઓએ) કહેલો જે આત્મા તેનાથી જુદો પરમાર્થસ્વરૂપ આત્માનો નિર્ણય કરવા વિકલ્પ દ્વારા હું આવો છું એમ પ્રથમ શિષ્ય નિર્ણય કરે છે.
હવે કહે છે-“તેથી હવે હું સમસ્ત પરદ્રવ્યપ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ જ આત્મસ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો, સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતા જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આને જ (આ ચૈતન્યસ્વરૂપને જ ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ અનુભવતો થકો, પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે આ ક્રોધાદિક ભાવો તે સર્વને ક્ષય કરું છું.
રાગાદિ વિકારો પરદ્રવ્યની પ્રવૃત્તિ છે અને તે નિમિત્તના આશ્રયે ઉત્પન્ન થાય છે. પ્રથમ કહ્યું કે વિકારી ભાવોનો સ્વામી પુદ્ગલ છે. હવે કહ્યું કે તે પરદ્રવ્યપ્રવૃત્તિ છે. તે પોતાના અપરાધથી પરદ્રવ્યના નિમિત્તે થાય છે. તે પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતા જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આ ચૈતન્યસ્વરૂપને જ અનુભવું છું-એમ કહે છે.
અહો ! અમૃતચંદ્રાચાર્યે અમૃત રેડયાં છે! ચેતનમાં થતા જે ચંચળ કલ્લોલો તે પર્યાયમાં પોતાના અપરાધથી થાય છે, પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે. તેના નિરોધ વડે ચૈતન્યસ્વરૂપને અનુભવતો હું પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે આ ક્રોધાદિક ભાવો તે સર્વને ક્ષય કરું છું. ક્રોધાદિક વિકાર ઉત્પન્ન કેમ થાય છે? તો કહે છે કે સ્વરૂપનું જ્ઞાન નથી માટે પોતાના અજ્ઞાન વડે આગ્નવો ઉત્પન્ન થાય છે. પરંતુ કહે છે કે હવે પરદ્રવ્યનું લક્ષ છોડી સ્વરૂપ ભણી ઢળતાં નિજ ચૈતન્યસ્વરૂપને અનુભવતો હું જે આ ક્રોધાદિક ભાવો તે સર્વને ક્ષય કરું છું. જ્ઞાનદર્શનસ્વરૂપ પરિપૂર્ણ એક શુદ્ધ વસ્તુ જે આત્મા તેનો અનુભવ કરતાં આસ્રવોથી હું નિવત્ છું.
પહેલાં પરમાર્થરૂપ વસ્તુસ્વરૂપ કહ્યું કે હું એક છું, શુદ્ધ છું, રાગના સ્વામીપણે સદાય નહિ પરિણમતો નિર્મમ છું, જ્ઞાનદર્શન-પૂર્ણ છું, પરમાર્થ વસ્તુવિશેષ છું. હવે પર્યાયની વાત કરી કે પર્યાયમાં રાગ થયો કેમ? તો કહે છે કે પરદ્રવ્યના નિમિત્તથી ચેતનમાં વિશેષરૂપ ચંચળ કલ્લોલો-વિકલ્પો થતા હતા. તે સર્વના નિરોધ વડે ચૈતન્યસ્વરૂપને અનુભવતો તે આસવોનો ક્ષય કરું છું. આસ્રવનો નિરોધ સંવર છે. પુણ્ય-પાપના વિકલ્પો તે આસવો છે. પર્યાયમાં ઉત્પન્ન થતા પુણ્ય-પાપના જે ચંચળ કલ્લોલો તેનો નિર્મળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે નિરોધ કરતાં આગ્નવોની નિવૃત્તિ-ક્ષય થાય છે. જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્ય ભગવાન છે. તેનો અનુભવ કરતાં ચેતનમાં થતા ચંચળ કલ્લોલોનો નિરોધ થાય છે અને આસ્રવોથી નિવૃત્તિ થાય છે. મિથ્યાત્વને છોડવાની આ રીત છે.
પ્રશ્ન:- વ્યવહાર સાધન છે કે નહિ? પંચાસ્તિકાયમાં સાધન કહ્યું છે.
ઉત્તર- પંચાસ્તિકાયમાં ભિન્ન સાધ્ય-સાધનની વાત આવે છે. પરંતુ એ તો સાધનનું નિરૂપણ બે પ્રકારે છે, સાધન બે પ્રકારનાં નથી. સાધન તો એક જ પ્રકારનું છે. મોક્ષમાર્ગપ્રકાશકમાં પંડિતપ્રવર શ્રી ટોડરમલજી કહે છે કે જેને નિશ્ચય સમ્યગ્દર્શન થયું છે ત્યાં એની સાથે દેવ-ગુરુ-શાસ્ત્રનો રાગ સહુચરપણે હોય છે. તેને સહુચર દેખીને, નિમિત્તથી ઉપચાર કરીને વ્યવહાર સમકિત કહેવામાં આવે છે. ખરેખર છે તો રાગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૬૭
સમયસાર ગાથા ૭૩ ] બંધનું કારણ, પણ સહચર દેખીને આરોપ કર્યો છે. પછી લખ્યું છે કે સર્વત્ર નિશ્ચય-વ્યવહારનું આવું લક્ષણ જાણવું.
રાગથી ભિન્ન પડીને અનુભવ દ્વારા સ્વરૂપનું નિશ્ચય સાધન પ્રગટ થયું છે ત્યાં સાથે રાગની મંદતાનું સહુચરપણું દેખીને તેને વ્યવહાર સાધનનો આરોપ આપવામાં આવ્યો છે. એ તો ઉપચારથી આરોપ આપ્યો છે, એ કાંઈ યથાર્થ સાધન નથી. સાધન બે નથી, પણ તેનું નિરૂપણ બે પ્રકારે છે. કારણ તો એક જ છે. સાધન કહો, કારણ કહો, ઉપાય હો એ બધું એક જ છે, એક જ પ્રકારે છે. કથન બે પ્રકારે હોય છે-એક નિશ્ચય અને બીજું વ્યવહાર તેમાં નિશ્ચય તે સત્યાર્થ છે અને વ્યવહાર તે ઉપચાર-અસત્યાર્થ છે.
આત્મામાં પુણ્ય-પાપના ક્રોધાદિ ભાવો ક્યાંથી થયા? એ ભાવો કાંઈ જડમાં તો થયા નથી. પોતાની પર્યાયમાં પોતાના અપરાધથી અજ્ઞાનથી ઉત્પન્ન થયા છે. અજ્ઞાનવડ ઉત્પન્ન થયેલા તે આગ્નવો દ્રવ્યદષ્ટિ વડે, શુદ્ધ ચૈતન્યના આશ્રયના પુરુષાર્થ વડે, સર્વ ક્ષય કરું છું એમ અહીં કહ્યું છે. દ્રવ્યદૃષ્ટિમાં સર્વ આગ્નવોની નાસ્તિ છે તેથી સર્વને ક્ષય કરું છું એમ કહ્યું છે. અલ્પ અસ્થિરતા રહી છે તે પણ પુરુષાર્થના બળે અલ્પકાળમાં ક્ષય થવા યોગ્ય છે તેથી સર્વને ક્ષય કરું છું એમ લીધું છે. પ્રથમ તો આવો વિકલ્પમાં નિશ્ચય થાય છે એની આ વાત થઈ. માર્ગને પામવાની આ રીત છે.
એમ આત્મામાં નિશ્ચય કરીને, ઘણા વખતથી પકડેલું જે વહાણ તેને જેણે છોડી દીધું છે એવા સમુદ્રના વમળની જેમ જેણે સર્વ વિકલ્પોને જલદી વમી નાખ્યા છે એવો, નિર્વિકલ્પ અચલિત નિર્મળ આત્માને અવલંબતો, વિજ્ઞાનઘન થયો થકો, આ આત્મા આસ્રવોથી નિવર્તે
જાઓ! આત્મામાં આમ નિશ્ચય કરીને એમ કહ્યું છે. ભાઈ ! માર્ગ જેવો છે તેવો પ્રથમ નિશ્ચય કરવો જોઈએ. તેમાં બીજી રીતે માનવા જઈશ તો માર્ગ હાથ નહિ આવે. મિથ્યાત્વના આસ્રવથી નિવર્તવા માટે પહેલાં આંગણામાં ઊભા રહીને પોતાની ચીજ આ છે એવો યથાર્થ નિશ્ચય કરવો જોઈએ. આવો નિશ્ચય કરીને અંદર પ્રવેશીને અનુભવ વડે સર્વ આગ્નવોનો ક્ષય કરું છું એમ કહ્યું છે. આ અપ્રતિહત પુરુષાર્થના ઉપાડની વાત કરી છે.
અહો ! સંતોએ ગજબ કામ કર્યા છે. ૭રમી ગાથામાં તો એને ત્રણ ત્રણ વાર ભગવાન કહીને બોલાવ્યો છે. જાગ રે નાથ! જાગ; રાગમાં એન્ધ કરીને સૂવું તને પાલવે નહિ. નિર્મળ પરિણતિમાં જાગ્રત થવું એ તારી શોભા છે, ભગવાન! ભગવાન તું અત્યંત શુચિ, વિજ્ઞાનઘન સ્વરૂપ અને સુખનું કારણ છો. આવો ભગવાન આત્મા છે તેનો અનુભવ કરતાં આગ્નવોનો ક્ષય થાય છે. પરિભાષા સૂત્ર બાંધ્યું છે ને! ગાથા ૭ર પછી યથાસ્થાને આ ગાથા ૭૩ મૂકી છે. દરેક ગાથા યથાસ્થાને મૂકી છે. કહે છે–ભગવાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
તું રાગના રંગે રોળાઈ ગયો છે એને આ નવો શુદ્ધ ચૈતન્યનો રંગ ચઢાવી દે. પ્રભુ! વીતરાગમૂર્તિ જિનસ્વરૂપ જ છો. હવે નિર્ણય કર અને રાગથી નિવૃત્ત થા. અહાહા..! હું જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ છું એમ નિશ્ચય કરીને સ્વભાવમાં ઢળતાં રાગ-દ્વેષનો ક્ષય થાય છે.
જુઓ ! ઘણા વખતથી પકડેલું જે વહાણ તેને જેણે છોડી દીધું છે એવા સમુદ્રના વમળની જેમ જેણે સર્વ વિકલ્પોને જલદી વમી નાખ્યા છે તે આસ્રવોથી નિવૃત્ત થાય છે. વમળે ઘણા વખતથી વહાણને પકડયું હતું તે વમળ છૂટે એટલે વહાણ ગતિ કરે. સમુદ્રના વમળની જેમ સર્વ વિક્લ્પો જેણે જલદીથી વમી નાખ્યા તે આસ્રવોથી નિવૃત્ત થાય છે. વિકલ્પોને વમી નાખ્યા એટલે કે ફરીથી તે હવે ઉત્પન્ન થશે નહિ–એમ અર્થ છે. પ્રવચનસાર ગાથા ૯૨માં આવે છે કે‘અને તે (બહિર્મોહદષ્ટિ) તો આગમકૌશલ્ય તથા આત્મજ્ઞાન વડે હણાઈ ગઈ હોવાથી હવે મને ફરીને ઉત્પન્ન થવાની નથી.' આ પંચમ આરાના મુનિ કહે છે. આવી અપ્રતિહત ભાવની વાત છે. દષ્ટાંતમાં એમ લીધું કે વમળ છૂટતાં વહાણને છોડી દીધું છે. સિદ્ધાંતમાં એમ કહ્યું કે જ્ઞાનસ્વરૂપમાં જ્યાં એકાગ્ર થયો એટલે વિકલ્પો તૂટી ગયા. ત્યાં વિકલ્પોને એવા વમી નાખ્યા કે ફરીને હવે તે ઉત્પન્ન થવાના નથી. મુનિરાજ કહે છે કે અમે અપ્રતિહત ભાવે ઉપડયા છીએ. ક્ષયોપશમમાંથી ક્ષાયિક સમકિત લેશું, પણ વચ્ચે પડવાની વાત જ નથી.
અહાહા...! જુઓ, આ દિગંબર સંતોના અંતરના આનંદની મસ્તી ! આ પંચમ આરાના મુનિવરો પોકાર કરીને બહુ ઊંચેથી કહે છે કે હજારો વર્ષથી બહા૨માં ભગવાનનો વિરહ હોવા છતાં અમારો અંતરંગ નિર્મળાનંદનો નાથ ચૈતન્ય ભગવાન અમને સમીપ વર્તે છે. કોઈ પૂછે કે ભગવાન કેવળી પાસે તમે ગયા હતા ? તો કહે છે-ભાઈ! સાંભળ ! મારો નાથ ભગવાન આત્મા ચૈતન્ય પ્રભુ છે તેની પાસે અમે ગયા છીએ. ત્યાંથી અંત૨માં અવાજ આવ્યો છે કે વિકલ્પોને અમે એવા વમી નાખ્યા છે કે ફરીને હવે તે ઉત્પન્ન થવાના નથી. અહાહા...! વસ્તુ પરમપારિણામિકસ્વભાવે જે ત્રિકાળ ધ્રુવ છે તેની સન્મુખ થતાં જે સ્વાનુભવ પ્રગટ થયો છે તે મોક્ષ લઈને જ પૂર્ણ થશે. હવે ફરીને મિથ્યાત્વ થશે એ વાત છે જ નહિ. આ પ્રમાણે સર્વ વિકલ્પોને જલદી એકદમ શીઘ્ર વમી નાખ્યા છે એવો નિર્વિકલ્પ અચલિત નિર્મળ આત્માને અવલંબતો વિજ્ઞાનન થયો થકો, આ આત્મા આસ્રવોથી નિવર્તે છે.
અભેદ, અચલિત, નિર્મળ ભગવાન આત્મા વિજ્ઞાનઘન છે. રૂના ધોકળામાં પોલાણ હોય છે, પરંતુ આનંદનો નાથ પ્રભુ આત્મા તો એકલો વિજ્ઞાનઘન છે. (એમાં કોઈ પરનો પ્રવેશ શકય નથી ) એવા અચલિત નિર્મળ આત્માને અવલંબતો, વિજ્ઞાનઘન થયો થકો અભેદ એકપણે પરિણમતો આ આત્મા આસ્રવોથી નિવર્તે છે.
પર્યાય જ્યાં દ્રવ્યસન્મુખ ઢળી એટલે તે દ્રવ્યથી અભેદ થઈ. ખરેખર તો પર્યાય
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૩ ]
[ ૬૯ પર્યાયમાં તન્મય છે, દ્રવ્યમાં નહિ. તન્મય એટલે પર્યાય દ્રવ્યાભિમુખ થઈ, દ્રવ્ય પ્રતિ ઢળી છે એમ અર્થ છે. વિજ્ઞાનઘન થયો એટલે શું? કે જ્ઞાનની પર્યાય જે અસ્થિર બહિર્મુખ હતી તે દ્રવ્યમાં અંતર્મુખ વળીને સ્થિર થઈ તેને વિજ્ઞાનઘન થયો કહેવામાં આવે છે.
૭૪ મી ગાથામાં આવશે કે જેમ જેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે. આ પર્યાયની વાત છે હોં. અહાહા...! વસ્તુ ત્રિકાળી વિજ્ઞાનઘનસ્વભાવ છે. તેમાં એકાગ્ર થતાં તે પર્યાયમાં વિજ્ઞાનઘન થયો થકો આસ્રવોથી નિવૃત્ત થાય છે. આસ્રવોથી નિવર્તવાનો આ જ માર્ગ છે. કહ્યું છે ને કે
એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ.” ' અરે! દુનિયા કયાંય પડી છે, અને માર્ગ ક્યાંય રહ્યો છે! ભાઈ ! વીતરાગનો માર્ગ રાગની મંદતા વડે પમાય એમ નથી. અહીં તો કહે છે કે ચૈતન્યસ્વરૂપ ધ્રુવ વસ્તુમાં એકાગ્ર થયો થકો અને તેને અનુભવતો થકો આ આત્મા આસ્રવોથી નિવર્તે છે.
ભાષા સાદી પણ ભાવ બહુ ઉંચા છે, ભાઈ ! જન્મ-મરણના અંત લાવવાની આ વાત છે. આમાં વ્યવહારથી થાય ને આમ થાય એવા વાદવિવાદને કોઈ અવકાશ નથી. જેનાથી નિવર્તવું છે એનાથી (મુક્તિ) થાય એમ કેમ હોઈ શકે, ભાઈ ?
પ્રશ્ન:- પરંપરા કારણ (શાસ્ત્રોમાં) કહ્યું છે ને?
ઉત્તર- જેને શુદ્ધતાનો અનુભવ પ્રગટ થયો છે તેને શુભરાગમાં અશભરાગ ટળ્યો છે. તેના શુભરાગને વ્યવહારથી પરંપરા કારણ કહેવામાં આવ્યું છે. એ તો ઉપચાર કથન છે. પરંતુ નિશ્ચય વિના વ્યવહાર પરંપરા મોક્ષનું કારણ કેવું? એમ છે જ નહિ. અનાદિરૂઢ વ્યવહારમાં અજ્ઞાની મૂઢ છે. નિશ્ચય વિના જે વ્યવહારમાં લીન છે એ તો વ્યવહારમૂઢ છે. જાણનારો અંદર
જ્યાં જાગ્યો, નિશ્ચયમાં આરૂઢ થયો ત્યારે તેને જે રાગની મંદતા હોય તેના ઉપર નિશ્ચયનો આરોપ આપવામાં આવે છે.
આવી ભગવાનની ફરમાવેલી વાત સંતો આડતિયા થઈને જાહેર કરે છે. અંતર્સન્મુખ થતાં જેને (સમ્યગ્દર્શનની) બીજ ઉગી તેને પૂનમ (કેવળજ્ઞાન) થયે જ છૂટકો છે. અહાહા....! શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ આત્માના અવલંબને જેને વિજ્ઞાનઘન પર્યાય પ્રગટ થઈ તેને પૂર્ણ વિજ્ઞાનઘન-કેવળજ્ઞાન થશે જ આવી આ વાત છે.
* ગાથા ૭૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * શુદ્ધનયથી જ્ઞાનીએ આત્માનો એવો નિશ્ચય કર્યો કે હું એક છું, શુદ્ધ છું, પરદ્રવ્ય પ્રત્યે મમતારહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ વસ્તુ છું.” આમ નિશ્ચય કરીને જ્યારે તે જ્ઞાની આત્મા આવા પોતાના સ્વરૂપમાં રહેતો થકો તેના જ અનુભવરૂપ થાય ત્યારે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
ક્રોધાદિક આસ્રવો ક્ષય પામે છે. અનાદિથી રાગમાં રહેતો હતો તે હવે પોતાના ચૈતન્યસ્વરૂપમાં રહેતો થકો પ્રથમ મિથ્યાત્વના આસ્રવથી-દુઃખથી નિવૃત્ત થાય છે.
સ્વરૂપથી જે વિરુદ્ધ ભાવો છે તે ક્રોધાદિ છે. ચાહે તો પુણ્યરૂપ શુભભાવ હોય તોપણ તે ચૈતન્યસ્વભાવથી વિરુદ્ધ છે માટે ક્રોધાદિ છે. આ ક્રોધાદિ આસવો સ્વરૂપના લક્ષે તેના અનુભવથી ક્ષય પામે છે. મિથ્યાત્વરૂપી આસ્રવથી નિવૃત્ત થવાનો આ એક જ ઉપાય છે, અને તે ધર્મ છે. ભાઈ! રાગથી છૂટું પડવું તે ધર્મ છે. ત્યાં રાગ (ધર્મનું) સાધન થાય એમ કેમ બની શકે? ન જ બની શકે. અહીં કહ્યું ને કે રાગના જે ચંચળ કલ્લોલો અનુભવતો હતો, તેનો નિરોધ કરીને જ્યાં ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમય વિજ્ઞાનઘન-સ્વભાવમય વસ્તુમાં નિમગ્ન થયો, ત્યાં આસ્રવો ક્ષય પામે છે અને સ્વરૂપના આનંદનો આસ્વાદ પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન:- દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ અને વ્યવહાર ચારિત્રની આચરણની ક્રિયા એ બધાં સાધન-ઉપાય છે કે નહિ?
ઉત્તર:- બીલકુલ નહિ. ભાઈ! એ રાગની ક્રિયાઓ તો બધી આસ્રવ છે. તેનો તો ક્ષય કરવાનો છે. તે સાધન થાય એમ કદીય બની શકે નહિ. પ્રભુ! આમ આમ ( ખોટી માન્યતામાં ) જીંદગી ચાલી જશે. છેવટે ડૂબકી સંસારમાં ઊંડે મારશે ત્યાં તને ભારે દુઃખ થશે. તેનાથી છૂટવાનો તો આ એક જ માર્ગ છે. ભાઈ! વસ્તુ જે જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ છે તેમાં એકાગ્રતા કરી, તલ્લીન થઈ સ્વરૂપને અનુભવવું આ એક જ દુઃખના ક્ષયનો ઉપાય છે.
ભગવાન આત્મા નિરાકુળ આનંદસ્વરૂપ પરમાત્મા છે. તેમાં દષ્ટિ એકાકાર કરતાં તે આસ્રવોથી–દુ:ખથી નિવર્તે છે. અહા! કોઈ પ્રતિકૂળ સંજોગો દુઃખરૂપ નથી પણ પુણ્ય-પાપના ભાવ તે દુઃખરૂપ છે, આકુળતામય છે. તેને મટાડવા ચાહે છે તો કહે છે કે-જ્યાં નિરાકુળ આનંદસ્વરૂપ ચૈતન્ય પ્રભુ બિરાજે છે ત્યાં જા ને, એમાં લીન થા ને, એનો અનુભવ કર ને! તેથી તું દુઃખથી નિવૃત્ત થશે. કઠણ લાગે તોપણ માર્ગ તો આ જ છે. ભાઈ! બીજો રસ્તો
લેવા જઈશ તો ભવ ચાલ્યો જશે અને ચોરાસીના અવતાર ઊભા રહેશે.
જેમ સમુદ્રના વમળે ઘણા કાળથી વલણને પકડી રાખ્યું હોય પણ પછી જ્યારે વમળ શમે ત્યારે તે વણને છોડી દે છે, તેમ આત્મા વિક્લ્પના વમળને શમાવતો થકો આસવોને છોડી દે છે. વમળ છોડે તો વહાણ છૂટે તેમ આ વિલ્પ છોડે તો સ્થિર થાય એમ હેવા માગે છે. આત્મા વિક્લ્પોની જાળમાં ગુંચાઈ ગયો છે તેને છોડતો થકો તે આસવોને છોડી દે છે. જ્યાં સ્વભાવ બાજુ ઢળ્યો અને એમાં ઠર્યો ત્યાં વિક્લ્પો સહેજે છૂટી જાય છે અને નિર્વિકલ્પ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. મિથ્યાત્વના આસવથી છૂટવાની આ જ રીત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૭૧
સમયસાર ગાથા ૭૩ ]
વ્યવહાર સાધક છે અને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રાપ્ત થશે એમ કોઈ કહે તો તે મિથ્યા છે. વળી નિશ્ચય સમ્યગ્દર્શન શું છે એની ખબર ન પડે એમ કોઈ કહે તો એ પણ મિથ્યા છે. નિજ શુદ્ધ આત્માનો અનુભવ થતાં જે નિરાકુળ આનંદનો સ્વાદ આવે એની ખબર ન પડે એવું ન હોય. પ્રભુ! તું પરમાત્મસ્વરૂપ છો. સ્વભાવથી સામર્થ્યરૂપે પોતે પરમાત્મા છે. તેનો નિર્ણય કરીને એમાં ઢળતાં જે અનુભવ થાય એમાં નિરાકુળ આનંદનો સ્વાદ આવે છે અને ત્યારે આસ્રવથી-દુઃખથી નિવર્તે છે. આવી વાત છે.
પ્રશ્ન:- વ્યવહાર આવે છે ને?
ઉત્તર:- જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી સમકિતીને વ્યવહાર આવે છે. દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ-પૂજા ઇત્યાદિ તથા વ્યવહારરત્નત્રયના રાગનો વ્યવહાર તેને હોય છે. પરંતુ રાગના સ્વામીપણે સદાય નહિ પરિણમતો એવો હું નિર્મમ છું એમ એને અંતરમાં નિશ્ચય થયેલો છે અને તે પ્રમાણે જે વ્યવહાર આવે છે તેનો સ્વામી થતો નથી. વ્યવહારનો સ્વામી થતો નથી પછી વ્યવહારથી નિશ્ચય થાય એ વાત કયાં રહી? જેનાથી નિવર્તવું છું, જેને ટાળવા છે એને (નિવર્તવામાં) મદદ કરે એમ કેમ હોય શકે ? ન જ હોઈ શકે. આવી જ વસ્તુસ્થિતિ છે અને આ જ માર્ગ છે. લ્યો, ૭૩ (ગાથા) પૂરી થઈ.
[ પ્રવચન નં. ૧૨૪ થી ૧ર૬ * દિનાંક ૧૩-૭-૭૬ થી ૧૫-૭-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૭૪
कथं ज्ञानास्रवनिवृत्त्योः समकालत्वमिति चेत्
जीवणिबद्धा एदे अधुव अणिचा तहा असरणा य। दुक्खा दुक्खफल त्ति य णादूण णिवत्तदे तेहिं।।७४।।
जीवनिबद्धा एते अध्रुवा अनित्यास्तथा अशरणाश्च ।
दुःखानि दुःखफला इति च ज्ञात्वा निवर्तते तेभ्यः।। ७४ ।। હવે પૂછે છે કે જ્ઞાન થવાનો અને આગ્નવોની નિવૃત્તિનો સમકાળ (એક કાળો કઈ રીતે છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છે:
આ સર્વ જીવનિબદ્ધ, અધ્રુવ, શરણહીન, અનિત્ય છે, એ દુઃખ, દુખફળ જાણીને એનાથી જીવ પાછો વળે. ૭૪.
ગાથાર્થ- [ તે] આ આસવો [ નીવનિવર્ધી: ] જીવની સાથે નિબદ્ધ છે, [ ગધ્રુવ:] અધ્રુવ છે, [ભનિત્ય:] અનિત્ય છે [તથા ૨] તેમ જ [અશRT.] અશરણ છે, [૨] વળી તેઓ [ દુ:વાનિ] દુ:ખરૂપ છે, [ દુ:વના :] દુ:ખ જ જેમનું ફળ છે એવા છે, – [ તિ જ્ઞાત્વા ] એવું જાણીને જ્ઞાની [ તેડુ: ] તેમનાથી [ નિવર્તત] નિવૃત્તિ કરે છે.
ટીકાઃ- વૃક્ષ અને લાખની જેમ વધ્ય-ઘાતકસ્વભાવપણું હોવાથી આગ્નવો જીવ સાથે બંધાયેલા છે; પરંતુ અવિરુદ્ધસ્વભાવપણાનો અભાવ હોવાથી તેઓ જીવ જ નથી. (લાખના નિમિત્તથી પીપળ આદિ વૃક્ષનો નાશ થાય છે. લાખ ઘાતક અર્થાત્ હણનાર છે અને વૃક્ષ વધ્ય અર્થાત્ હુણાવાયોગ્ય છે. આ રીતે લાખ અને વૃક્ષનો સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ છે માટે લાખ વૃક્ષ સાથે માત્ર બંધાયેલી જ છે; લાખ પોતે વૃક્ષ નથી. તેવી રીતે આગ્નવો ઘાતક છે અને આત્મા વધ્યું છે. આમ વિરુદ્ધ સ્વભાવો હોવાથી આગ્નવો પોતે જીવ નથી.) આગ્નવો વાઈના વેગની જેમ વધતા-ઘટતા હોવાથી અધ્રુવ છે; ચૈતન્યમાત્ર જીવ જ ધ્રુવ છે. આગ્નવો શીતદાહપૂરના આવેશની જેમ અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત્ય છે; વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે. જેમ કામસેવનમાં વીર્ય છૂટી જાય તે ક્ષણે જ દાણ કામનો સંસ્કાર નાશ પામી જાય છે, કોઈથી રોકી રાખી શકાતો નથી, તેમ કર્મોદય છૂટી જાય તે ક્ષણે જ આસવો નાશ પામી જાય છે, રોકી રાખી શકાતા નથી, માટે તેઓ અશરણ છે; આપોઆપ (પોતાથી જ) રક્ષિત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ [ ૭૩
સમયસાર ગાથા ૭૪ ] એવો સહજ ચિક્તિરૂપ જીવ જ શરણસહિત છે. આસવો સદાય આકુળ સ્વભાવવાળા હોવાથી દુઃખરૂપ છે; સદાય નિરાકુળ સ્વભાવવાળો જીવ જ અદુઃખરૂપ અર્થાત્ સુખરૂપ છે. આગ્નવો આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલપરિણામના હેતુ હોવાથી દુઃખફળરૂપ છે (અર્થાત્ દુ:ખ જેમનું ફળ છે એવા છે); જીવ જ સમસ્ત પુદ્ગલપરિણામનો અહેતું હોવાથી અદુઃખફળ છે (અર્થાત્ દુ:ખફળરૂપ નથી).-આમ આસવોનું અને જીવનું ભેદજ્ઞાન થતાં વેંત જ જેનામાં કર્મવિપાક શિથિલ થઈ ગયો છે એવો તે આત્મા, જથ્થાબંધ વાદળાંની રચના જેમાં ખંડિત થઈ ગઈ છે એવા દિશાના વિસ્તારની જેમ અમર્યાદ જેનો વિસ્તાર (ફેલાવ) છે એવો, સહજપણે વિકાસ પામતી ચિલ્શક્તિ વડે જેમ જેમ વિજ્ઞાનઘન
સ્વભાવ થતો જાય છે તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે, અને જેમ જેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે તેમ તેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે; તેટલો વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે જેટલો સમ્યક પ્રકારે આસ્રવોથી નિવર્તે છે. અને તેટલો આસ્રવોથી નિવર્તે છે જેટલો સમ્યક પ્રકારે વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે. આ રીતે જ્ઞાનને અને આસવોની નિવૃત્તિને સમકાળપણું છે.
ભાવાર્થ- આસવોનો અને આત્માનો ઉપર કહ્યો તે રીતે ભેદ જાણતાં જ, જે જે પ્રકારે જેટલા જેટલા અંશે આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે તે તે પ્રકારે તેટલા તેટલા અંશે તે આસ્રવોથી નિવર્તે છે. જ્યારે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે ત્યારે સમસ્ત આસ્રવોથી નિવર્તે છે. આમ જ્ઞાનનો અને આસ્રવનિવૃત્તનો એક કાળ છે.
આ આસ્રવો ટળવાનું અને સંવર થવાનું વર્ણન ગુણસ્થાનોની પરિપાટીરૂપે તત્ત્વાર્થસૂત્રની ટીકા આદિ સિદ્ધાંતશાસ્ત્રોમાં છે ત્યાંથી જાણવું. અહીં તો સામાન્ય પ્રકરણ છે તેથી સામાન્યપણે કહ્યું છે.
“આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે” એટલે શું? તેનો ઉત્તર:- “આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાનને ભલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય તોપણ-અજ્ઞાન કહેવામાં આવે છે અને મિથ્યાત્વ ગયા પછી તેને-ભલે જ્ઞાનનો ઉઘાડ થોડો હોય તોપણ-વિજ્ઞાન કહેવામાં આવે છે. જેમ જેમ તે જ્ઞાન અર્થાત્ વિજ્ઞાન જામતું-ઘટ થતું-સ્થિર થતું જાય છે તેમ તેમ આસવોની નિવૃત્તિ થતી જાય છે અને જેમ જેમ આગ્નવોની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ જ્ઞાન (વિજ્ઞાન) જામતું-ઘટ થતું-સ્થિર થતું જાય છે, અર્થાત્ આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે.
હવે આ જ અર્થના કળશરૂપ તથા આગળના કથનની સૂચનિકારૂપ કાવ્ય કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૪ ]
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
(શાર્દૂનવિદ્રીડિત)
इत्येवं विरचय्य सम्प्रति परद्रव्यान्निवृत्तिं परां स्वं विज्ञानघनस्वभावमभयादास्तिध्नुवानः परम् । अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशान्निवृत्तः स्वयं ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान्।। ४८ ।।
શ્લોકાર્થ:- [કૃતિ વં] એ રીતે પુર્વકથિત વિધાનથી, [સસ્કૃતિ] હમણાં જ (તુરત જ) [પરદ્રવ્યાત્] પરદ્રવ્યથી [પાં નિવૃત્તિ વિત્તય્ય] ઉત્કૃષ્ટ (સર્વ પ્રકારે ) નિવૃત્તિ કરીને [વિજ્ઞાનઘનસ્વમાવત્ પરમ્ સ્વ અમયાત્ મસ્તિષ્ણુવાન: ] વિજ્ઞાનયનસ્વભાવરૂપ એવા કેવળ પોતાના ૫૨ નિર્ભયપણે આરૂઢ થતો અર્થાત્ પોતાનો આશ્રય કરતો (અથવા પોતાને નિઃશંકપણે આસ્તિયભાવથી સ્થિર કરતો), [ અજ્ઞાનોસ્થિતÍતનાત્દેશાત્] અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા લેશથી [નિવૃત્ત: ] નિવૃત્ત થયેલો, [ સ્વયં જ્ઞાનીભૂત: ] પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો, [ખાત: સાક્ષી] જગતનો સાક્ષી ( જ્ઞાતાદ્રષ્ટા ), [ પુરાળ: પુનાન્] પુરાણ પુરુષ ( આત્મા ) [ ત: વાસ્તિ] અહીંથી હવે પ્રકાશમાન થાય છે. ૪૮.
સમયસાર ગાથા ૭૪ : મથાળુ
હવે પૂછે છે કે જ્ઞાન થવાનો અને આસ્રવોની નિવૃત્તિનો સમકાળ (એક કાળ ) કઈ રીતે છે? પ્રભો! જે ક્ષણે જ્ઞાન થયું તે જ ક્ષણે આસ્રવોથી જીવ નિવૃત્ત થાય એમ કઈ રીતે છે? આ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છે:
* ગાથા ૭૪ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
‘વૃક્ષ અને લાખની જેમ વધ્ય-ઘાતકસ્વભાવપણું હોવાથી આસવો જીવ સાથે બંધાયેલા છે.' પીપળ, બાવળ ઇત્યાદિ ઘણા વૃક્ષોને લાખ આવે છે. પીપળનું વૃક્ષ અને લાખ વધ્યઘાતક છે. વૃક્ષ વધ્ય એટલે ઘાત થવા લાયક છે અને લાખ ઘાતક એટલે ઘાત કરનાર છે. ઘણાં વર્ષ પહેલાં ભાવનગરમાં ગુજરી બજાર પાસે પીપળનાં ઝાડ હતાં, હારબંધ ઝાડ હતાં. ત્યાં લાખ આવતાં બધાં વૃક્ષોનો ખો થઈ ગયો, એકે ઝાડ ન રહ્યું. એ અહીં કહ્યું છે કે લાખ ઘાતક-હણના૨ છે અને વૃક્ષ વધ્ય-હણાવાયોગ્ય છે. આ રીતે વૃક્ષ અને લાખનો સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ છે. લાખ વૃક્ષ સાથે માત્ર બંધાયેલી જ છે; લાખ પોતે વૃક્ષ નથી.
તેવી રીતે આસ્રવો ઘાતક છે અને આત્મા વધ્ય છે. આમ વિરુદ્ધ સ્વભાવો હોવાથી આસવો પોતે જીવ નથી. અહાહા...! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ ચૈતન્યનું ઝાડ છે. એની પર્યાયમાં તે હણાવા યોગ્ય છે, વધ્ય છે. પુણ્ય-પાપના ભાવો એનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૪ ]
| [ ૭૫ પર્યાયમાં વાત કરે છે. અહા ! પુણ્યનો ભાવ ઘાતક છે અને પર્યાય ઘાત થવા યોગ્ય છે. પર્યાયમાં વાત થાય છે. દ્રવ્યનો કયાં ઘાત થાય છે? ભગવાન આત્મા ઝાડ સમાન છે અને પુણ્ય પાપના ભાવ લાખ સમાન છે. પુણ્ય-પાપના ભાવ આત્માની શાન્તિના ઘાતક છે અને આત્માની શાન્તિ ઘાત થવા યોગ્ય છે.
અવિરુદ્ધસ્વભાવપણાનો અભાવ હોવાથી તેઓ જીવ જ નથી.” જેમ લાખનો ઝાડથી વિરુદ્ધ સ્વભાવ છે તેમ પુણ્ય-પાપરૂપ આગ્નવોનો સ્વભાવ આત્માના સ્વભાવથી વિરુદ્ધ છે. તેમને
અવિરુદ્ધસ્વભાવપણાનો અભાવ છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ ઊઠ કે પંચ-મહાવ્રતનો વિકલ્પ ઊઠ-એ જીવના સ્વભાવથી વિરુદ્ધ સ્વભાવવાળા છે. પુણ્ય-પાપના ભાવો વિરુદ્ધ સ્વભાવવાળા હોવાથી તેઓ જીવ જ નથી. જેમ લાખ ઝાડ નથી, તેમ પુણ્ય-પાપના ભાવ જીવ નથી, રાગ તે જ્ઞાન નથી; સમજાય છે કાંઈ?
- વ્યવહાર સાધક, સાધક કહે છે ને? અત્યારે તો વ્યવહાર જ છે, નિશ્ચય છે જ નહિ, નિશ્ચયની ખબર પડે નહિ–આમ કેટલાક પ્રરૂપણા કરે છે. અરે પ્રભુ! આ તું શું કહે છે? તારે કયાં જવું છે, બાપુ? ભાઈ ! તારે કયાં રહેવું છે? જેનાથી ખસવું છે, નિવર્તવું છે એમાં રહીશ, અટકીશ તો એનો (નિવર્તવાનો) કે દિ' પાર આવશે? જન્મ-મરણનો અંત ક્યારે આવશે? બાપુ! પુણ્ય-પાપના ભાવથી તો હુઠવું છે. જેમ પાપથી હઠવું છે તેમ પુણ્યથી પણ હુઠવું જ છે. પુણ્ય-પાપ બેય એક જ વસ્તુ-આસ્રવ છે. યોગસારમાં આવે છે કે-(દોહા ૭૧)
પાપ તત્ત્વને પાપ તો જાણે જગ સૌ કોઈ,
પુણ્ય તત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ.” પુણ્યપાપ અધિકારમાં છેલ્લે સંસ્કૃત ટીકામાં પણ આ વાત લીધી છે. ત્યાં પ્રશ્ન થયો કે-પ્રભુઆ અધિકાર પાપનો ચાલે છે ને ? એમાં આ પુણ્ય કયાં લીધું? ત્યાં કહ્યું છે કે ખરેખર તો એ પાપ જ છે. પુણ્ય છે તે વ્યવહારે પવિત્રતાનું નિમિત્ત કહેવાય, પણ ખરેખર તો એ પાપ છે. નિમિત્તનો અર્થ એ કે તે પરવસ્તુ છે, તેનાથી કાંઈ લાભ છે એમ અર્થ નથી. નિમિત્તનો અર્થ તેની ઉપસ્થિતિ છે. નિશ્ચય હોય ત્યાં વ્યવહાર હોય છે એટલે ઉપસ્થિતિ કહેવાય, પણ એ ઘાતક છે, દુ:ખરૂપ છે.
વ્યવહાર આવે છે, હોય છે. વ્યવહારનું અસ્તિત્વ છે. વ્યવહારનયનો વિષય નથી એમ નથી. પરંતુ તે આત્માના સ્વભાવનો પર્યાયમાં ઘાતક છે. અહીં કહે છે પુણ્ય-ભાવમાં આત્માના સ્વભાવથી અવિરુદ્ધ સ્વભાવનો અભાવ છે. ભગવાન આત્માનો શુદ્ધ નિર્મળ અનાકુળ આનંદરૂપ ચૈતન્યસ્વભાવ છે. અને પુણ્યના ભાવ તો દુ:ખરૂપ ભાવ છે. આમાં તડજોડ-વાણિયાવેડા ના ચાલે. (અર્થાત્ તડજોડને અવકાશ નથી )
એક વાણિયાને એક કણબી પાસે પાંચ હજાર લેણા હતા. વાણિયાને મનમાં ખ્યાલ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ હતો કે કણબીની બે હજારથી વધારે ચૂકવવાની શક્તિ નથી. છતાં વાણિયાએ કહ્યું કે પૂરા પાંચ હજારથી એક પાઈ ઓછી લેવી નથી. કણબીએ કહ્યું કે એક હજારથી વધારે એક પાઈ દેવી નથી. વાણિયાને તો ખબર હતી કે કણબી પેટી-પટારા, ઘરવખરી વેચે તોપણ બે હજારથી વધારે તે આપી શકે તેમ નથી. છેવટે રકઝક કરીને આવું-પાછું કરતાં કરતાં બંનેય બે હજારમાં પતાવવા તૈયાર થઈ ગયા. આવું આમાં કાંઈ હશે? કે થોડું નિશ્ચયવાળા ઢીલું મૂકે, થોડું વ્યવહારવાળા ઢીલું મૂકે તો બન્ને એક થઈ જાય. અરે ભાઈ ! અહીં વસ્તુનું સ્વરૂપ જ આવું છે ત્યાં છૂટછાટને અવકાશ જ કયાં છે?
અહીં તો સ્પષ્ટ વાત છે કે નિશ્ચયથી થાય અને વ્યવહારથી ન થાય એનું નામ અનેકાન્ત છે. વ્યવહારથી પણ થાય અને નિશ્ચયથી પણ થાય એ તો મિથ્યા એકાન્ત છે. સ્વભાવથી જ થાય, વિભાવથી ન થાય એ સમ્યક એકાન્ત છે. સમ્યક એકાન્ત થયા વિના વાસ્તવિક અનેકાન્તનું જ્ઞાન સાચું હોઈ શકે નહિ. શ્રીમદે પણ એ જ કહ્યું છે.
વસ્તુ અખંડ એક ધ્રુવ ચૈતન્યબિંબ છે. એમાં ઢળ્યા વિના સમ્યક એકાન્ત થતું નથી. જ્યાં સમ્યક એકાન્ત થયું કે જ્ઞાનમાં ત્રિકાળી ધ્રુવ જણાયો અને પર્યાયમાં જે અલ્પજ્ઞતા અને રાગની મંદતા છે તે પણ જણાયાં. આનું નામ સમ્યક અનેકાન્ત છે. રાગની મંદતા અને અલ્પજ્ઞતાની પર્યાયનું જ્ઞાન રહે છે, પણ તે હું છું એવી માન્યતા છૂટી જાય છે.
અહીં કહે છે કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ, પંચમહાવ્રતના પરિણામ અને શાસ્ત્ર-ભણતરનો વિકલ્પ-એ પુણ્યભાવ વિરુદ્ધ સ્વભાવવાળા હોવાથી જીવ જ નથી. લાખ તે પીપળનું ઝાડ નથી અને ઝાડ છે તે લાખ નથી તેમ પુણ્ય-પાપના ભાવ તે આત્મા નથી અને આત્મા છે તે પુણ્ય-પાપના ભાવ નથી. અહાહા...! જીવમાંથી જે નીકળી જાય તે જીવ નથી. ભાઈ! ચાર ગતિના અપાર દુઃખના અંત લાવવાનો આ માર્ગ બરાબર સમજવો જોઈએ.
લાઠીમાં ઘણા વખત પહેલાં એક જુવાન છોકરીને શીતળા નીકળ્યા. નાની ઉંમર, બે વર્ષનું પરણેતર. દાણે દાણે ઈયળ પડેલી. બાઈ બિચારી ઘડીક આમ પડખું ફેરવે તો ઘડીક આમ ફેરવે. પવન નાખે તો ગોઠે નહિ, પાણી પીવું ગોઠે નહિ. વેદના, વેદના, વેદના; જોયું ન જાય. અઢાર સાલની ઉંમર; બિચારી બોલી–બા, મેં આવાં પાપ આ ભવે કર્યા નથી, શું થયું આ? કયાંય સુખ નહિ, ચેન નહિ. બિચારી રોવે, રોવે, આક્રંદ કરે. જોવાય નહિ એવું દુઃખ. અરે ! એવી તીવ્ર વેદનામાં દેહ છૂટી ગયો. આવાં અનંત દુઃખ આ જીવે ભોગવ્યાં તેનાથી છૂટવાના ઉપાયની આ વાત છે. ખરેખર તો શરીર મારું માન્યું છે એ ઊંધી માન્યતાનું દુઃખ છે. સંયોગનું એને દુઃખ નથી. શરીરને અને રોગને તો આત્મા અડતો નથી. પરંતુ શરીર મારું છે, મને રોગ થયો છે એવી વિપરીત માન્યતા એને આકુળતા અને દુઃખ ઉત્પન્ન કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૭૪ ]
[ ૭૭ ભાઈ ! તારા દુઃખનો કાંઈ પાર નથી. શું કહીએ ! બાપુ! તું મફતના મૂળામાં અનંતવાર વેચાયો છે. પહેલાં શાકવાળા શાક સાથે છોકરાને મફતમાં મૂળો આપતા. એ મૂળામાં તું અનંતવાર જન્મ-મરણ કરી ચૂકયો છે. પણ બધું ભૂલી ગયો છે. અહીં યાદ કરાવીને કહે છે કેપ્રભુ! તું તારા ભગવાનને સંભાળ. ચૈતન્યમૂર્તિ પ્રભુ આનંદરસનો કંદ ભગવાન આત્મા છે. તેનો આશ્રય કરીને આગ્નવ-દુઃખને ટાળ. આસ્રવ તારું સ્વરૂપ નથી. એ તો પર્યાયમાં તારી શાન્તિનો ઘાત કરનાર છે. જે ઘાત કરનાર છે તને મદદ કરનાર થાય એમ કદીય બની શકે નહિ. ભાઈ ! તું ગોટાળામાં-ગૂંચવણમાં ન પડ.
શરીરમાં જેમ ક્ષયનો રોગ થાય તો બિચારો દુ:ખી દુ:ખી થઈ જાય. હાય, ક્ષયનો રોગ થયો! બહુ દુઃખથી પીડાય. અહીં કહે છે કે વિકાર મારો છે, પુણ્ય-પાપના શુભાશુભ ભાવ મારા છે એમ માને તેને મોટો ક્ષય લાગુ પડયો છે. પુણ્ય-પાપ ઘાતક છે, કહ્યું ને? જેમ લાખના નિમિત્તથી વૃક્ષનો ક્ષય થાય છે તેમ પુણ્ય-પાપથી આત્માની નિર્મળ અવસ્થાનો ક્ષય થાય છે. જેમ લાખ વૃક્ષનું સ્વરૂપ નથી, માત્ર વૃક્ષ સાથે નિબદ્ધ જ છે તેમ પુણ્ય-પાપના ભાવ આત્માનું સ્વરૂપ નથી, માત્ર જીવ સાથે નિબદ્ધ જ છે અને તેની શાન્તિના ઘાતક છે.
આમાં વળી બચાવ કરીને કોઈ કહે કે વ્યવહાર આવે છે તો તેનાથી આગળ (માર્ગમાં) વધાય છે તો તે વાત બરાબર નથી. ભાઈ ! આ વીતરાગનો માર્ગ તો જેમ છે તેમ રહેશે, તેમાં ફેરફાર નહિ થાય. બાપુ! તું આ માર્ગનો વિરોધ ન કર. ભગવાન! આત્મા જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ પ્રભુ છે. તેની પર્યાયમાં પુણ્ય-પાપના ભાવ થાય તે વિરુદ્ધ-સ્વભાવે હોવાથી ઘાતક છે. તે ભાવો તારી શાન્તિને બાળનારા છે. આગ્નવો ઘાતક છે અને આત્મા વધ્યા છે. આ દ્રવ્યની વાત નથી, પર્યાયની વાત છે. દ્રવ્ય તો કેવું છે તેવું અનાદિ-અનંત ચિદ્યન છે. પર્યાયમાં વધ્ય થવાની લાયકાત છે, દ્રવ્યનો વધ્ય-સ્વભાવ નથી. એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીની ગમે તે પર્યાય હો, વસ્તુ જે અનંતગુણમાં વસેલું ચિદાનંદઘન તત્ત્વ છે એ તો એવી ને એવી ત્રિકાળ પડી છે.
પ્રવચનસાર ગાથા ૨OO ની ટીકામાં આવે છે કે “જે અનાદિ સંસારથી જ્ઞાયકભાવપણે જ રહ્યો છે અને જે મોહ વડે અન્યથા અધ્યવસિત થાય છે (બીજી રીતે જણાય છે) તે શુદ્ધ આત્માને, આ હું મોહને ઉખાડી નાખીને, અતિ નિષ્કપ રહેતો થકો, યથાસ્થિત જ (જેવો છે તેવો જ) પ્રાપ્ત કરું છું.” વસ્તુ તો શાકભાવે ત્રિકાળ છે. હું રાગવાળો, પુણ્યવાળો ઇત્યાદિ માન્યતા તો ઊભી કરેલી છે. પુણ્યથી મને લાભ થશે એ તો મોહ વડે અન્યથા માન્યું છે; વસ્તુ એમ નથી.
કોઈ પાંચ-પચાસ લાખ રૂપિયાનું દાન આપે તો લોકો તેને ચઢાવી મારે, મોટો ધર્મધુરંધર કહે; પરંતુ ભાઈ ! દાન આપવાના ભાવ તો શુભ છે, પુણ્ય-બંધનું કારણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ રાગ મંદ કરીને આપે તો પુણ્ય છે, અને જો વાહ-વાહ કરાવવા માનાર્થે આપે તો પાપ છે. એનાથી ધર્મ થાય એ વાત તો ત્રણ કાળમાં નથી. દાન આપતાં રાગ મંદ કરે તો પણ હું રાગ મંદ કરું છું એમ કર્તાપણું માને તો તે મિથ્યાત્વ છે અને હું પૈસા આપું છું એમ માને તો તે જડનો સ્વામી થાય છે. વીતરાગનો માર્ગ લોકોએ માન્યો છે એનાથી જુદો છે, ભાઈ !
અહીં કહે છે કે આવા પુણ્યના ભાવ જે છે તે ઘાતક છે અને આત્મા (પર્યાયમાં) વધ્ય છે. પરની દયા પાળવાનો ભાવ આસ્રવ છે અને તે ઘાતક છે. ગાથા ૭રમાં તેને જડ અચેતન કહેલો છે. તેમાં આવે છે કે રાગ છે તે નથી જાણતો પોતાને, નથી જાણતો પરને; અન્ય ચૈતન્ય દ્વારા તે જણાય છે. માટે એમાં ચૈતન્યપણાનો અભાવ હોવાથી તે અચેતન છે. અહીં તેને ઘાતક કહ્યો છે. ભાઈ ! પુણ્યના ભાવની જગતને ખૂબ મીઠાશ છે. એ મીઠાશ જ એને મારી નાખે છે. પુણ્યના ફળમાં આબરૂ મળે, ધન-સંપત્તિ મળે. અજ્ઞાની તેથી રાજી-રાજી થઈ જાય છે. પણ અહીં કહે છે કે પુણ્યભાવની જે તને મીઠાશ છે તે ઘાતક છે. ભાઈ ! તેને તું સાધક માને છે પણ તે સાધક કેવી રીતે હોય ?
પ્રશ્ન:- પંચાસ્તિકાયમાં વ્યવહાર સાધક અને નિશ્ચય સાધ્ય એમ કહ્યું છે ને?
ઉત્તરઃ- ભાઈ ! એ તો આરોપ કરીને કથન કર્યું છે. રાગથી ભિન્ન પડીને ચૈતન્યસ્વરૂપના અનુભવથી સાધક થાય ત્યારે તે ભૂમિકાનો જે મંદ રાગ છે તેને આરોપ કરીને સાદ
સાધક કહ્યો છે. એ જ્ઞાન કરાવવા અને વ્યવહારથી સાધક કહેવાય છે. ધર્મ કાંઈ બે પ્રકારે નથી, ધર્મનું નિરૂપણ બે પ્રકારે છે. ચૈતન્યસ્વભાવના આશ્રયે થયેલી જે નિર્મળ દશા તે ધર્મ છે અને તે કાળે રાગને સહુચર દેખીને આરોપ આપી તેને વ્યવહારથી સાધક કહેવામાં આવે છે. ખરેખર તો આગ્નવો વિરુદ્ધ સ્વભાવવાળા હોવાથી તેઓ જીવ જ નથી. પુણ્યનો ભાવ-દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના ભાવ આસ્રવો હોવાથી જીવ જ નથી એમ અહીં કહે
છે.
વ્યવહરરત્નત્રયનો રાગ છે તો ઘાતક, પંચાસ્તિકાયમાં તેને સાધક કહ્યો છે એ તો જ્ઞાનીના (આ) રાગમાં આરોપ કરીને વ્યવહારથી તેને સાધક કહ્યો છે. પરંતુ જેને આત્મજ્ઞાન નથી તે તો વ્યવહુરમાં મૂઢ છે. તેના શુભરાગને વ્યવહાર કહેવામાં આવતો નથી.
સમયસાર ગાથા ૪૧૩માં આવે છે-“જેઓ દ્રવ્યલિંગમાં મમકાર વડે અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર અનારૂઢ વર્તતા થકા પરમાર્થસત્ય ભગવાન સમયસારને દેખતા-અનુભવતા નથી. અહીં ત્રણ બોલ કહ્યા છે.
રાગની મંદતાનું આચરણ અનાદિથી છે. નિગોદ અવસ્થામાં પણ જીવને પુણ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૪ ]
[ ૭૯
પરિણામ થાય છે, છતાં તે વ્યવહાર નથી. જેણે નિજ આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન પ્રગટ કર્યું નથી તેને એક્લો પરાતિ ભાવ છે. તે મૂઢ જેવો છે. તેને વ્યવહરમૂઢ કેમ કહ્યો? તો કહે છે કે તે એકલો રાગની મંદતાની રુચિમાં જ પડયો છે અને સ્વાશ્રિત એવા નિશ્ચયમાં તે અનારૂઢ છે. આ પ્રમાણે અનાદિરૂઢ તે વ્યવહારમાં મૂઢ છે. હવે તે મૂઢતા ત્યાગીને વ્યવહારનો જાણનારો કયારે થાય? સ્વદ્રવ્યનો-સ્વરૂપનો આશ્રય લઈને સમ્યક્વાદિ પ્રગટ કરતાં તે વ્યવહારનો જાણનાર રહે છે. ભગવાન પૂર્ણાનંદનો નાથ ત્રિકાળી ધ્રુવ જે ચૈતન્યમય વસ્તુ તેનો આશ્રય કરતાં જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થયાં તે વ્યવહાર-વિમૂઢ નથી. તેને વ્યવહાર છે ખરો, પણ તેને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. આમ વાત છે.
શુભાશુભ બંને ભાવ આસ્રવ છે, અને આસ્રવ છે તે સ્વરૂપનો ઘાતક છે. નિશ્ચયમાં જે આરૂઢ છે તેને પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી વાર આવે છે અને તેને આરોપ આપીને (નિશ્ચયનો ઉપચાર કરીને) સાધક કહેવામાં આવે છે. જ્ઞાની તેને યથાર્થપણે જાણી લે છે. અજ્ઞાનીના શુભરાગને તો આરોપથી પણ સાધક કહી શકાતો નથી.
પ્રશ્ન:- વ્યવહારને પરંપરા મોક્ષનું કારણ કહ્યું છે ને?
ઉત્તર:- હા, પણ કોનો વ્યવહાર અને કયો વ્યવહાર? જેને અંતરમાં આત્મદર્શન થયું છે, સ્વાશ્રયથી-નિજ ચૈતન્યના આશ્રયથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ છે જે ખરેખર આગળ જતાં મોક્ષનો સાધક છે, તેને જે રાગ (વ્યવહાર) બાકી છે તે રાગપરિણામમાં ઉપચાર કરીને તેને વ્યવહારથી પરંપરા કારણ કહેલ છે; કેમકે એના શુભમાં અશુભ ટળ્યો છે. એ છે તો બાધક જ-એમ સમજવું. નિયમસાર ગાથા ૨ ની ટીકામાં આવે છે કે-નિજ પરમાત્મતત્ત્વનાં સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે અને તે શુદ્ધરત્નત્રયનું ફળ સ્વાસ્મોપલબ્ધિ છે.” મોક્ષ અને મોક્ષમાર્ગને રાગની મંદતાની, ભેદની કે પરની કોઈ અપેક્ષા નથી. એ તો પરમ નિરપેક્ષ છે.
વળી જેને ચૈતન્યમૂર્તિ નિર્મળાનંદસ્વરૂપ ભગવાન આત્માની દૃષ્ટિ જ થઈ નથી તેના શુભભાવમાં અશુભ ટળ્યો જ નથી, કેમકે તેને મિથ્યાદર્શનનું મહા અશુભ તો ઊભું જ છે. તેની તો રુચિ જ શુભભાવમાં પડી છે તેથી તેના શુભરાગને વ્યવહારથી પણ સાધક કહેતા નથી. માટે પર્યાયમાં જે શુભાશુભ રાગ થાય છે તે સ્વભાવના ઘાતક છે અને વિરુદ્ધ સ્વભાવવાળા હોવાથી જીવનિબદ્ધ છે, તોપણ જીવ નથી એમ નિશ્ચય કરવો. આ એક બોલ
થયો.
- હવે બીજો બોલઃ-- “આસવો વાઈના વેગની જેમ વધતા-ઘટતા હોવાથી અધ્રુવ છે; ચૈતન્યમાત્ર જીવ જ ધ્રુવ છે.” જુઓ ! આસો મૃગીના રોગની જેમ વધતા ઘટતા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ શુભભાવ વધે વળી ઘટે, તે જ પ્રમાણે અશુભ ભાવ પણ વધે વળી ઘટે. યૌવનાવસ્થામાં અશુભભાવ વધે, વળી વૃદ્ધાવસ્થામાં ઘટે. તેમ શુભભાવ પણ વધે અને ઘટે. અહા! વધ-ઘટપણું એ આગ્નવોનું લક્ષણ છે. જેમ કોઈને દશ લાખની મૂડી હોય તે છેલ્લે વિચાર કરે કે એમાંથી પાંચ લાખ શુભમાં દાનમાં આપું. પરંતુ દીકરાને વાત કરે ત્યાં દીકરો પૂછે-બાપુજી, મારા માટે શું? એટલે બાપાનો દાનનો ભાવ ઘટી જાય. આ પ્રમાણે વધે અને ઘટે એ આગ્નવોનું લક્ષણ છે. તેથી આગ્નવો અધ્રુવ છે, પુણ્ય-પાપના ભાવ અધ્રુવ છે. ચૈતન્યમાત્ર જીવ જ ધ્રુવ છે. આમ બંનેનો ભેદ જાણીને જે ધ્રુવને અવલંખ્યો તેને આત્મા વિજ્ઞાનઘન થાય છે અને તે જ કાળે તે આસવોથી નિવર્તે છે.
શુભાશુભ ભાવ વધતા ઘટતા થતા હોવાથી અધ્રુવ છે. કોઈ વાર સંસાર ઉપર વૈરાગ્ય થઈ જાય અને સંસારનો રાગ મોળો પડી જાય. તો વળી કંઈક બાહ્ય અનુકૂળતા વધે અને બાર માન, મોટપ મળવા માંડે તો પાછ રાગ વધી જાય. આ પ્રમાણે આસવો અધ્રુવ છે અને ચૈતન્યમાત્ર વસ્તુ આત્મા એક ધ્રુવ, ધ્રુવ છે. અહહ...જેમાં રાગ નહિ, પર્યાય નહિ, ભેદ નહિ એવો અખંડ એકરૂપ ચૈતન્યમાત્ર આત્મા જ ધ્રુવ છે. આ પ્રમાણે અધુવથી ભિન્ન પડીને ધ્રુવ ચેત વસ્તુમાં એકાગ્ર થવું તેનું નામ ધર્મ છે. આ બીજા બોલ થયો.
ત્રીજો બોલઃ- હવે આ ત્રીજો બોલ અનિત્યનો બોલ છે. અધ્રુવ અને અનિત્યમાં ફેર છે. અધ્રુવમાં વધ-ઘટપણું છે અને અનિત્યમાં એક પછી એક છે. “આસ્રવો શીતદાહ–જ્વરના આવેશની જેમ અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત્ય છે; વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે.'
અધ્રુવમાં ભાવોની વધ-ઘટની અપેક્ષા છે, અનિત્યમાં એક પછી એક અનુક્રમની અપેક્ષા છે. અનુક્રમ એટલે-જેમ ટાઢિયા તાવ વખતે ઉષ્ણ જ્વર ન હોય અને ઉષ્ણજ્વર વેળા ટાઢિયો તાવ ન હોય તેમ શુભભાવ વખતે અશુભ ન હોય અને અશુભભાવ વખતે શુભ ન હોય. આ પ્રમાણે શુભ-અશુભ ભાવો અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત્ય છે. હિંસાના ભાવ હોય ત્યારે દયાના પરિણામ ન હોય અને દયાના પરિણામ હોય ત્યારે હિંસાનો ભાવ ન હોય. આમ અનુક્રમે થતા, પલટતા રહેતા, નાશ પામતા આસ્રવો અનિત્ય છે. અને વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે એવો આત્મા જ નિત્ય છે. ચિદાનંદઘન-સ્વરૂપ ભગવાન આત્મા સદા એકરૂપ હોવાથી નિત્ય છે.
રાગભાવનો હું કર્તા અને રાગ મારું કર્મ એમ માનવું એ મિથ્યાત્વ છે. તે આસ્રવ છે, અનિત્ય પરિણામ છે. અને ચૈતન્યઘન નિત્યાનંદ પ્રભુ આત્મા એનાથી ભિન્ન નિત્ય છે. આવા રાગથી ભિન્ન નિત્યસ્વરૂપ આત્માને જાણવો-અનુભવવો તે ભેદજ્ઞાન છે. જ્ઞાનીને રાગ આવે પણ તેના સ્વામીપણે તે પરિણમતો નથી. તે રાગને અનિત્ય જાણીને તેમાં રહેતા નથી પણ તેનાથી ભેદ પાડીને જ્ઞાનમાં રહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૮૧
સમયસાર ગાથા ૭૪ ]
વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે.” જાઓ, “જ' કહીને એકાન્ત કર્યું છે. કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય છે એમ નથી કહ્યું. નિત્ય છે તે એકાન્ત નિત્ય જ છે,
અનિત્ય છે તે એકાન્ત અનિત્ય જ છે. આખા સમગ્ર દ્રવ્યની વ્યાખ્યા કરવી હોય તો ત્યાં કથંચિત્ નિત્ય કથંચિત્ અનિત્ય છે એમ કહેવાય. પણ દ્રવ્યદૃષ્ટિથી દ્રવ્ય નિત્ય જ છે અને પર્યાય અનિત્ય
જ છે. આસવો અનિત્ય છે અને આત્મા ચૈતન્યઘન નિત્ય છે. ત્યાં નિત્યાનંદ ચૈતન્યઘન પ્રભુ નિત્યમાં દષ્ટિ લગાડવાથી ભેદજ્ઞાન થતાં આસવનો હું કર્તા અને આસ્રવ મારું કર્મ એવી કર્તાકર્મપ્રવૃત્તિનો અભાવ થાય છે. આ પ્રમાણે આસવો-શુભાશુભ બન્નેય ઘાતક, અધ્રુવ અને અનિત્ય છે અને ભગવાન આત્મા વધ્ય, ધ્રુવ અને નિત્ય છે એમ ત્રણ બોલ થયા. આ બન્ને વચ્ચે ભેદજ્ઞાન કરતાં આસ્રવો છૂટી જાય છે. હવે ચોથો બોલ
ચોથો બોલઃ- “જેમ કામસેવનમાં વીર્ય છૂટી જાય તે ક્ષણે જ દાણ કામનો સંસ્કાર નાશ પામી જાય છે, કોઈથી રોકી રાખી શકાતો નથી, તેમ કર્મોદય છૂટી જાય તે ક્ષણે જ આસવો નાશ પામી જાય છે, રોકી રાખી શકાતા નથી, માટે તેઓ અશરણ છે; આપોઆપ (પોતાથી જ) રક્ષિત એવો સહજ ચિન્શક્તિરૂપ જીવ જ શરણસહિત છે.'
મુનિવરો વીતરાગી સંતોએ કેવો દાખલો આપ્યો છે! વિષયસેવનમાં વિર્ય છૂટી જાય તે ક્ષણે જ કામની વાસનાના દારુણ સંસ્કાર છૂટી જાય છે, કોઈથી રોકી શકાતા નથી. તેમ કર્મોદય છૂટી જાય ત્યારે આસવોનો નાશ થાય છે. કર્મના ઉદયના નિમિત્તે જે આસ્રવો થાય છે તે નિમિત્ત મટી જતાં છૂટી જાય છે. કોઇથી શુભાશુભ પરિણામો રોકી રાખી શકાતા નથી. માટે આસવોપુણ્ય પાપના ભાવો અશરણ છે. જુઓ! શુભભાવ પણ અશરણ છે. દયા, દાન, વ્રત આદિના શુભભાવ અશરણ છે, કારણ કે ઉદયનું ખરી જવું કોઈથી રોકી શકાતું નથી. આપોઆપ-પોતાથી જ રક્ષિત એવો સહજ ચિક્તિરૂપ જીવ જ શરણસહિત છે. અહાહા..ભગવાન આત્મા આપોઆપ પોતાથી જ રક્ષિત છે. એને રાખવો પડે એવું ક્યાં છે? એ તો રક્ષિત જ છે. શ્રીમમાં આવે છે કે
સ્વદ્રવ્ય અન્યદ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યની રક્ષપ્તા ઉપર લક્ષ રાખો. પદ્રવ્યની ધારક્તા ત્વરાથી તજો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨ ]
પ્રવચન રત્નાકર ભાગ-૪ પદ્રવ્યની રમણતા ત્વરાથી તજો. પરદ્રવ્યની ગ્રાહુક્તા ત્વરાથી તજો.
પરભાવથી વિરક્ત થા. અહીં કહે છે કે આનંદનો નાથ પૂર્ણાનંદ પ્રભુ આપોઆપ જ રક્ષિત છે. તેની દષ્ટિ થાય ત્યારે તે રક્ષિત છે એમ જણાય છે. અહાહા...! નિત્યાનંદ પ્રભુ પોતે અનાદિ-અનંત સ્વયં રક્ષાયેલો છે તેની દૃષ્ટિ કરે ત્યારે પર્યાયમાં પોતે રક્ષિત છે એનું ભાન થાય છે અને ત્યારે આત્મા શરણરૂપ થતાં અશરણ એવા આસ્રવોથી પોતે નિવર્તે છે. ભાઈ ! આવા શુદ્ધ જ્ઞાયકદ્રવ્યની દૃષ્ટિ થયા વિના એકલું બાહ્ય આચરણ-વ્રત, નિયમ, સંયમ ઇત્યાદિ થોથે થોથાં છે.
માણસોને લાગે કે-અરે! બાયડી છોડી, ઘર છોડયું, દુકાન છોડી, બધું છોડયું. તો ય કાંઈ નહિ? હા ભાઈ ! કાંઈ નહિ. એ તો બધી બાહ્ય ચીજો છે, અને અંદરમાં તે વખતે જે રાગ છે તે શુભભાવ છે. તે કાંઈ ધર્મ નથી. ભાઈ ! દયા, દાન, વ્રત ઇત્યાદિ પરિણામ તે પદ્રવ્યના પરિણામ છે, રાગ છે. તે અધ્રુવ, અનિત્ય અને અશરણ છે એમ અહીં કહ્યું છે. પુરુષાર્થસિદ્ધયુપાયમાં રાગની ઉત્પત્તિને હિંસા કહી છે અને રાગની અનુત્પત્તિ તે અહિંસા છે એમ કહ્યું છે. અહાહા....! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન પૂર્ણાનંદનો નાથ જે પ્રભુ છે તેનો આશ્રય લેતાં જે નિર્મળ વીતરાગી પર્યાય ઉત્પન્ન થાય તે અહિંસા છે. તે શરણ છે. ધર્મ છે. ચાર બોલ થયા.
હવે પાંચમો બોલઃ- “આગ્નવો સદાય આકુળ સ્વભાવવાળા હોવાથી દુઃખરૂપ છે; સદાય નિરાકુળ સ્વભાવવાળો જીવ જ અદુ:ખરૂપ અર્થાત્ સુખરૂપ છે.”
ગાથા ૪૫ની ટીકામાં કહ્યું છે કે-અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે આઠ પ્રકારનું જ્ઞાનાવરણાદિ કર્મ છે તે બધુંય પુદ્ગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. વિપાકની હદે પહોંચેલા તે કર્મના ળપણે જે કહેવામાં આવે છે તે, અનાકુળતાલક્ષણ જે સુખ નામનો આત્મસ્વભાવ તેનાથી વિલક્ષણ હેવાથી, દુઃખ છે. તે દુઃખમાં જ આકુળતા-લક્ષણ અધ્યવસાન આદિ ભાવો સમાવેશ પામે છે; તેથી, જોકે તેઓ ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે તોપણ, તેઓ આત્માના સ્વભાવો નથી પણ પુદ્ગલસ્વભાવો છે.'
આમ આસ્રવો સદાય આકુળ સ્વભાવવાળા હોવાથી દુઃખરૂપ છે. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ ભાવો દુઃખરૂપ છે. અહા! જે દુઃખરૂપ છે તે સુખનું સાધન કેમ થઈ શકે ? શુભરાગને સાધન કહેવું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવનારું ઉપચાર કથન છે; ખરેખર તે સાધન છે એમ નથી. જેમ ઉપાદાનની પર્યાય પોતાથી થાય છે, નિમિત્તથી નહિ-જેમ ઘડાની પર્યાયનો કર્તા કુંભાર નથી-તેમ વિકારી પર્યાયનો કર્તા પર નથી. અને જે નિર્વિકારી પર્યાય થઈ તેનું સાધન (શુભરાગ) વિકારી પર્યાય નથી. જેમ ઘડો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
| [ ૮૩
સમયસાર ગાથા ૭૪ ] પોતાથી જ થયો છે તેમ નિર્મળ અવસ્થા પોતાથી જ થઈ છે, રાગની મંદતા છે માટે થઈ છે એમ નથી. ભાઈ ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે ત્યાં શું થાય?
કહે છે કે ભગવાન આત્મા સદા નિરાકુળ સ્વભાવવાળો હોવાથી સુખરૂપ છે. અહાહા....! ચૈતન્યઘન વસ્તુ સદા સુખરૂપ છે. અરે ! સુખ માટે ઝાવાં નાખનારને સુખ કયાં છે એની ખબર નથી ! બિચારો પૈસામાં, આબરૂમાં, મકાનમાં, ભોગમાં, પુણ્યમાં ઇત્યાદિમાં સુખ શોધ્યા કરે પણ કયાંથી મળે? જ્યાં છે નહિ ત્યાં કયાંથી મળે? પુણ્ય અને પાપના ભાવ તો દુઃખરૂપ છે. અને એના ફળમાં પ્રાપ્ત બાહ્ય સામગ્રી પણ દુઃખમાં નિમિત્ત છે. આ પુણ્યના ફળમાં ચક્રવર્તી આદિ પદ મળે તોપણ એ તો એક બાહ્ય ચીજ છે, તેના તરફનો જે રાગ છે તે દુઃખરૂપ છે. ભગવાન આત્મા એક જ સુખસ્વરૂપ છે. તેથી જેને સુખ જોઈતું હોય તેણે નિજ ચૈતન્યસ્વભાવી આત્મામાં જ શોધવું પડશે. ત્યાંથી સુખ મળશે. પરંતુ પુણ્ય-પાપના ભાવમાંથી કે સંયોગી પદાર્થોમાંથી કદીય સુખ નહિ મળે.
ભગવાન આત્મા સદાય નિરાકુળ આનંદસ્વરૂપ છે. તે સ્વરૂપના આશ્રયે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ જે ધર્મ પ્રગટે તે સુખરૂપ દશા છે. પરંતુ બાહ્ય વ્યવહાર જે દુઃખરૂપ છે તેના આશ્રયે સુખ પ્રગટ ન થાય. ભાઈ ! આ વીતરાગનો માર્ગ લોકો માને છે એનાથી બહુ જુદો છે. ચૈતન્ય સ્વભાવના આશ્રયે જે નિર્મળ પર્યાય પ્રગટ થાય તે આત્મવ્યવહાર છે. જે રાગભાવ છે તે આત્મવ્યવહાર નથી, એ તો મનુષ્યવ્યવહાર છે, સંસારીનો વ્યવહાર છે. પ્રવચનસાર ગાથા ૯૪ ની ટીકામાં કહ્યું છે કે-અવિચલિત-ચેતનાવિલાસમાત્ર આત્મ-વ્યવહાર છે અને જેમાં સમસ્ત ક્રિયાકલાપને ભેટવામાં આવે છે તે મનુષ્યવ્યવહાર છે. અહાહા ! શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયે ઉત્પન્ન નિર્મળ વિશુદ્ધિ તે આત્મવ્યવહાર છે અને તે સુખદશા છે. બાહ્ય વ્યવહાર જે દુ:ખરૂપ છે તે કારણ અને આનંદ પ્રગટે તે કાર્ય એમ કદીય હોઈ શકે નહિ. આનંદમૂર્તિ જે ત્રિકાળી ભગવાન અંદર પડયો છે તેને કારણપણે ગ્રહતાં (તેનો આશ્રય કરતાં) આનંદ પ્રગટે છે.
ભાઈ ! જન્મ-મરણના અંત લાવવા હોય એને તો આ સમજવું પડશે. મુંબઈના દરિયાના પાણી ઉપર બગલા ઉડતા ઉડતા ઘણે દૂર સુધી જાય છે. કોઈને પૂછયું કે આ કેટલે દૂર જતાં હશે? તો કહે કે વીસ વીસ માઈલ સુધી માછલા પકડવા ચાલ્યા જાય છે. જુઓ! આ પરિણામ! એના ફળમાં અહીંથી છૂટી નરકમાં ચાલ્યા જશે. દુ:ખના સ્થાનમાં અવતાર થશે. માટે ભાઈ ! હમણાં જ ચેત. પરિભ્રમણ જ ન રહે એવા ભાવને પ્રગટ કર. અહાહા....! જેમાં પરિભ્રમણ નહિ અને પરિભ્રમણનો ભાવ પણ નહિ એવા નિત્યાનંદસ્વરૂપની સમીપ જા; તને પરિભ્રમણ મટશે. પર્યાયમાં આ જે રાગ છે તે દુઃખરૂપ છે. એનાથી ખસી અનાકુળસ્વભાવી ત્રિકાળી આનંદના નાથ પાસે જા; તને આનંદ થશે, સુખ થશે, શાન્તિની ધારા પ્રગટશે, તૃપ્તિ થશે. જો ને! પાંચમી ગાથામાં આચાર્ય ભગવાન સ્વયં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
કહે છે કે અમારા સ્વાનુભવમાં પ્રચુર આનંદની મુદ્રા છે, આનંદની છાપ છે. સ્વભાવના આશ્રય પ્રગટ થયેલો અનુભવ અનાકુળ આનંદની મહોર સહિત હોય છે.
સદાય નિરાકુળ સ્વભાવવાળો હોવાથી જીવ જ સુખરૂપ છે. ત્યારે કોઈ કહે આ તો એકાંત થઈ ગયું. કથંચિત્ સુખરૂપ અને કથંચિત્ દુઃખરૂપ-એમ કહો ને? ભાઈ ! એ અનેકાન્તનું સ્વરૂપ નથી. આત્મા એકાન્ત સુખરૂપ છે અને દુઃખરૂપ બીલકુલ નથી એનું નામ અનેકાન્ત છે. ભાઈ ! સુખના પંથે ચઢવું હોય તો સંયોગ અને સંયોગીભાવથી ખસી જા અને એકાન્ત સુખસ્વરૂપ આત્મામાં નિમગ્ન થઈ જા. અહાહા...! અનાકુળ આનંદસ્વરૂપ ભગવાન આત્મામાં જ્યાં એકાગ્ર થયો કે તરત જ દુઃખનો અભાવ થઈ સુખ પ્રગટ થાય છે. જે કાળે સુખ પ્રાપ્ત થાય છે તે જ કાળે દુ:ખનો અભાવ થાય છે અને જે કાળે દુઃખનો અભાવ થાય છે તે જ કાળે સુખની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિનો સમકાળ છે.
ત્યાં વળી કોઈ કહે છે કે ચારિત્ર તો ખાંડાની ધાર પર ચાલવા જવું અને મીણના દાંત લોઢાના ચણા ચાવવા જેવું કઠણ (કષ્ટસાધ્ય ) છે. ભાઈ ! તું શું કહે છે? તને ચારિત્રના સ્વરૂપની ખબર નથી. ચારિત્ર તો દુઃખના અભાવરૂપ અતિ સુખદાયક આત્માનો પરિણામ છે. કષ્ટસાધ્ય છે એમ શાસ્ત્રમાં આવે છે ત્યાં કષ્ટનો અર્થ તો પુરુષાર્થ થાય છે. અંતરનો ઉગ્ર પુરુષાર્થ કરીને સ્વભાવમાં ઢળી જા એમ ત્યાં આશય છે. મહા કષ્ટ એટલે મહા પુરુષાર્થ કરીને પણ શાતાશીળિયાપણું (પ્રમાદ) છોડી દે અને આત્મ-રમણતારૂપ આનંદદાયી ચારિત્ર સાધી લે-આમ પ્રબળ પુરુષાર્થની પ્રેરણાની એમાં વાત છે, પણ ચારિત્ર કષ્ટદાયી છે એમ વાત નથી. જુઓ પાંચ બોલ આવી ગયા.
૧. પુણ-પાપના ભાવ ઘાતક છે અને આત્મા (પર્યાય) વધ્ય-ઘાત થવા યોગ્ય છે. ૨. પુણ્ય-પાપના ભાવ વધતા-ઘટતા છે તેથી અધ્રુવ છે, અને ભગવાન આત્મા ધ્રુવ છે.
૩. પુણ્ય-પાપના ભાવ અનુક્રમે ઉત્પન્ન થાય છે માટે અનિત્ય છે, અને ભગવાન આત્મા એકરૂપ નિત્ય છે.
૪. રાગાદિભાવ નિમિત્તના લક્ષે થાય છે તેથી અશરણ છે, અને આનંદઘન પ્રભુ આત્મા શરણ છે.
૫. શુભાશુભ ભાવ દુઃખરૂપ છે, અને ભગવાન આત્મા સહુજ સુખસ્વરૂપ છે, હવે છઠ્ઠો બોલ
આસ્રવો આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલપરિણામના હેતુ હોવાથી દુઃખફળરૂપ છે.” આ પુણ્ય-પાપના ભાવો આગામી કાળમાં આકુળતા ઉપજાવનારા છે. એટલે શું? કે આ પુણ્યના ભાવથી જે પુણ્ય બંધાયું તેના ફળરૂપે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૮૫
સમયસાર ગાથા ૭૪ ] આગામી કાળમાં સંયોગ મળશે. તે સંયોગ ઉપર લક્ષ જશે એટલે રાગ જ-દુ:ખ જ થશે. જુઓ, વર્તમાન જે પુદ્ગલકર્મ બંધાય તેનો આસ્રવ હેતુ છે. અને તે પુગલ-પરિણામ ભવિષ્યમાં દુઃખ ઉત્પન્ન કરનાર છે. અહીં એમ લીધું છે કે શુભભાવ એ ભવિષ્યમાં દુઃખ આપનાર પુદ્ગલપરિણામનો હેતુ છે. ભાઈ ! રાગની દિશા પર તરફ છે અને ધર્મની સ્વ તરફ. માટે શુભભાવ ધર્મનું સાધન થાય એમ હોઈ શકે જ નહિ.
અહાહા...! વર્તમાન શુભભાવ છે તે સ્વયં દુ:ખરૂપ છે અને ભવિષ્યમાં દુ:ખને ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલપરિણામનો હેતુ હોવાથી દુઃખફળરૂપ છે. ગજબ વાત છે! વર્તમાન શુભભાવ છે તે રાગ છે અને તેથી દુઃખ છે અને ભવિષ્યના દુઃખફળરૂપ છે. સમકિતીને પણ જે રાગ-શુભભાવ આવે તે પુદ્ગલપરિણામના (પુણના) બંધનું કારણ છે અને એ જે પુદ્ગલકર્મ બંધાયાં તે ભવિષ્યમાં દુ:ખનું કારણ છે.
અશુભરાગ હોય તે વર્તમાન અશાતાવેદનીય આદિ પુદ્ગલપરિણામના બંધનો હેતુ છે અને તે પુદ્ગલપરિણામ ભવિષ્યમાં દુઃખનું કારણ થશે. શુભભાવ જે છે તેનાથી શાતા-વેદનીય આદિ પુદ્ગલપરિણામ બંધાશે. તેના ઉદયના નિમિત્તે ભવિષ્યમાં જે અનુકૂળ સામગ્રી મળશે તેના ઉપર લક્ષ જશે એટલે રાગ થશે, દુઃખ થશે; કેમકે રાગ સ્વરૂપથી જ દુઃખરૂપ છે.
પ્રશ્ન:- શુભરાગને વ્યવહાર સાધક કહેવામાં આવેલો છે ને? - ઉત્તર:- હા, શુભરાગને વ્યવહારથી ઉપચાર કરીને સાધક કહેવામાં આવે છે પણ તે ઉપચારમાત્ર જ સમજવું. દ્રવ્યસંગ્રહની ગાથા ૪૭ માં આવે છે કે
'दुविहं पि मोक्खहेउं झाणे पाउणदि जं मुणी णियमा।' મુનિરાજને નિશ્ચય અને વ્યવહાર મોક્ષમાર્ગ બન્ને સાથે ધ્યાનમાં નિયમથી પ્રગટ થાય છે. નિશ્ચય તે વીતરાગી નિર્મળ પર્યાય છે અને વ્યવહાર તે રાગની પર્યાય છે. બન્ને ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. એટલે કે ચિત્માત્ર દ્રવ્યસ્વરૂપનો આશ્રય લેતાં જે નિર્મળ દશા પ્રગટ થઈ એટલો નિશ્ચય મોક્ષમાર્ગ છે અને તે જ કાળે જે રાગ છે તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. છે તો તે બંધનું કારણ, પણ નિશ્ચયનો સહુચર દેખી, નિમિત્ત ગણી ઉપચાર કરીને તેને વ્યવહાર મોક્ષમાર્ગ કહેલ છે.
ભાઈ ! આ છઠ્ઠ બોલ ઝીણો છે. પાંચમા બોલમાં આગ્નવો વર્તમાન દુઃખરૂપ છે એમ કહ્યું, અને છઠ્ઠ બોલમાં અહીં એમ કહે છે કે આસવો ભવિષ્યમાં દુખના કરણરૂપ છે. કારણ કે શુભભાવથી શતાવેદનીય આદિ પુણ્યની જે ૪ર પ્રકૃતિ છે તે બંધાય અને ભવિષ્યમાં તેનો ઉદય આવે ત્યારે ધનઘેલત, આબરૂ ઇત્યાદિ અનેક સામગ્રી મળશે. ત્યારે એના પર લક્ષ જશે એટલે રાગ થશે અને રાગ થશે એટલે દુઃખ થશે, કેમકે રાગ દુખસ્વરૂપ જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ પ્રશ્ન:- તીર્થંકર નામકર્મની પ્રકૃતિ બંધાય તે ભવિષ્યમાં કયાં દુઃખનું કારણ છે?
ઉત્તર:- તીર્થંકર નામકર્મનો જે બંધ છે તે જીવ જ્યારે શુભાશુભ ભાવનો સંપૂર્ણ નાશ કરી પૂર્ણ વીતરાગતા અને કેવળજ્ઞાન ઉપજાવશે ત્યારે ઉદયમાં આવે છે. (માટે ત્યાં એ પ્રશ્ન જ નથી.)
પ્રશ્ન:- પુણ્યાનુબંધી પુણ્ય બંધાય એવા પરિણામ સુખરૂપ છે કે નહિ?
ઉત્તર:- ગમે તે પુણ્યના પરિણામ હો, વર્તમાનમાં તે દુ:ખરૂપ છે અને ભવિષ્યમાં પણ દુઃખના કારણરૂપ છે. પુણ્યાનુબંધી પુણ્ય પણ ભાવિમાં આકુળતા થવામાં નિમિત્ત છે, પરંતુ આત્માની શાંતિ-સમાધિનું નિમિત્ત નથી.
પ્રશ્ન:- પુણ્યના ફળમાં લક્ષ્મી-સંપત્તિ આદિ મળે તો તે ધર્મ કરવામાં સાધન થાય. કેમ એ બરાબર છે ને?
ઉત્તર:- ના, એ બરાબર નથી. કહ્યું ને કે પુણ્યભાવના ફળમાં જે પુદ્ગલકર્મ બંધાય તેના નિમિત્તે ભવિષ્યમાં આબરૂ, સંપત્તિ આદિ સાનુકૂળ સંયોગો મળે અને તે સંયોગોના લક્ષ રાગ જ થાય, દુઃખ જ થાય. તે સંયોગો કાંઈ આત્માની શાન્તિ-સમાધિનાં નિમિત્ત નથી. પરવસ્તુ કાંઈ ધર્મનું સાધન નથી. સંયોગો પ્રત્યેનો રાગ મટાડી, તેનાથી નિવૃત્ત થઈ અંદર આત્મામાં-શુદ્ધ ચિદાનંદઘન વસ્તુમાં પ્રવૃત્ત થાય ત્યારે ધર્મ થાય છે. ભાઈ ! વીતરાગનો માર્ગ લોકો માને છે તેનાથી જુદો છે.
અહો ! દિગંબર સંતોની શૈલિ ગજબ છે! સત્યને સિદ્ધ કરવાની શું અલૌકિક શૈલી છે! વ્યવહાર છે, પણ તે શુભરાગ કાંઈ ધર્મનું સાધન નથી. પરમાત્મપ્રકાશમાં આવે છે કે નિશ્ચયનું નામ વીતરાગ છે, વ્યવહારનું નામ સરાગ છે. સરાગને નિશ્ચયનું વીતરાગનું સાધન કહેવું એ ઉપચાર છે, આરોપિત કથન છે. અહીં તો સ્પષ્ટ કહે છે કે વર્તમાન સરાગતા છે તે ભવિષ્યમાં દુ:ખનું કારણ એવા પુદ્ગલપરિણામનો હેતુ છે.
વ્યવહારરત્નત્રયના પરિણામને સાધક કહ્યો છે એ તો ઉપચારથી કથન કર્યું છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા તેને સાધક કહ્યો છે, પણ સાધક બે પ્રકારના છે એમ નથી. સાધકનું નિરૂપણ બે પ્રકારે છે. જેમ મોક્ષમાર્ગ બે પ્રકારનો નથી, તેનું નિરૂપણ બે પ્રકારથી છે તેમ સાધક બે પ્રકારના નથી પણ તેનું નિરૂપણ બે પ્રકારથી છે. શુભરાગને વ્યવહારથી સાધકનો આરોપ આપ્યો છે, ખરેખર તે સાધક છે નહિ. જેમ સમકિતીને નિશ્ચય સમ્યગ્દર્શન છે તેની સાથે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે રાગ છે તેને વ્યવહાર સમતિ કહ્યું. પણ એ વ્યવહાર સમકિત કાંઈ સમકિતનીશ્રદ્ધાનની પર્યાય નથી. એ તો રાગની પર્યાય છે. પણ નિશ્ચયનો સહુચર દેખી, નિમિત્ત ગણીને, ઉપચાર કરીને તેને સમકિત કહેવામાં આવેલ છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખ્યું છે કે સર્વત્ર નિશ્ચય-વ્યવહારનું લક્ષણ આ રીતે જાણવું. વ્યવહાર કરતાં કરતાં મોક્ષ થશે એવા એકલા (મિથ્યા)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૪ ]
[ ૮૭ વ્યવહારવાળાના વ્યવહારને તો કોઈ આરોપ લાગુ જ પડતો નથી. આવી વાત છે. આ છઠ્ઠો બોલ ઘણો ગંભીર છે!
અરે! લોકોએ અજ્ઞાનીઓએ વીતરાગ માર્ગને તોડ-ફોડ કરીને ચૂંથી નાખ્યો છે! પરાશ્રયથી જે ભાવ થયો તે રાગ છે, આસ્રવ છે, દુઃખરૂપ છે અને ભવિષ્યમાં દુઃખનું કારણ છે. પરંતુ એને ચૂંથવા માંડે અને કહે કે આમ (શુભભાવ) કરતાં કરતાં ધર્મ થશે. પણ વસ્તુસ્થિતિ એમ નથી. ભાઈ ! આ બોલમાં અહીં સ્પષ્ટ કહ્યું છે કે આગ્નવો આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલપરિણામના હેતુ હોવાથી દુ:ખફળ છે, દુઃખ જેમનું ફળ છે એવા છે.
“જીવ જ સમસ્ત પુદ્ગલપરિણામનો અહેતુ હોવાથી અદુઃખફળ છે'. અહાહા....! ભગવાન આત્મા જ્ઞાયક પ્રભુ જ્ઞાતા-દષ્ટા નિર્વિકલ્પ નિરાકુળ આનંદસ્વરૂપ ભગવાન છે; તે સમસ્ત પુદ્ગલપરિણામનો અહેતુ છે. તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય તેનો જીવ હેતુ નથી, તેનો હેતુ તો શુભભાવ છે. ઇન્દ્ર-અહમિંદ્ર, ચક્રી આદિ ભવ મળે તે ભવ આકુળતા ઉત્પન્ન થવાનું નિમિત્ત છે, આત્માની શાંતિ-સમાધિનું નહિ. જીવ જ સમસ્ત પુગલ-પરિણામનો અહેતુ હોવાથી અદુ:ખફળ છે.
ભાઈ! વીતરાગનો માર્ગ ઘણો નિર્મળ, સ્વચ્છ છે. પણ લોકોએ પોતાની મતિકલ્પનાથી ઊંધા અર્થ કરીને ચૂંથી નાખ્યો છે. પુદ્ગલપરિણામ જે ૧૪૮ કર્મપ્રકૃતિના ભેદો છે તે કર્મ પરિણામનો જીવ અહેતુ છે. જીવને લઈને કોઈ કર્મની પ્રકૃતિ બંધાય છે એમ છે જ નહિ. જીવ તો એક જ્ઞાયકભાવ છે. તે કોઈપણ પ્રકૃતિના બંધનો હેતુ થાય એવું એનું સ્વરૂપ નથી.
આ અધિકારની ગાથા ૧૦૫માં કહ્યું છે કે “આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં પણ, અનાદિ અજ્ઞાનને લીધે પૌલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં, પૌગલિક કર્મ ઉત્પન્ન થાય છે, તેથી “પૌગલિક કર્મ આત્માએ કર્યું' એવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવથી ભ્રષ્ટ વિકલ્પપરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે; તે વિકલ્પ ઉપચાર જ છે, પરમાર્થ નથી.”
જુઓ, જડકર્મ આત્માએ કર્યું એ ઉપચાર કથન છે. ખરેખર તો જીવ પોતાના અજ્ઞાનનો કર્તા છે, પુદ્ગલપરિણામનો કર્તા નથી. અહીં તો એમ સિદ્ધ કરવું છે કે આત્મા ખરેખર સ્વભાવની દષ્ટિથી જોતાં કોઈ પણ પ્રકૃતિના બંધનું નિમિત્ત નથી, ચિત્માત્ર વસ્તુ જ્ઞાયકભાવરૂપ આત્મા નિમિત્ત કેમ થાય? માટે અહીં કહે છે કે જીવ જ સમસ્ત પુદ્ગલપરિણામનો અહેતુ હોવાથી અદુઃખફળ છે. અહાહી...! ત્રિકાળી શુદ્ધ જ્ઞાનાનંદ-સ્વભાવી જે ધ્રુવ જ્ઞાયકમૂર્તિ પ્રભુ આત્મા છે તેનાં શ્રદ્ધાન-જ્ઞાન-રમણતા કોઈ પુદ્ગલ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ પરિણામનો હેતુ નથી; માટે તે દુઃખરૂપ નથી, પરંતુ વર્તમાનમાં પણ એકાંત સુખરૂપ છે અને ભવિષ્યના સુખફળરૂપ છે.
હવે કહે છે-“આમ આસ્રવોનું અને જીવનું ભેદજ્ઞાન થતાં વેંત જ જેનામાં કર્મવિપાક શિથિલ થઈ ગયો છે એવો તે આત્મા, જથ્થાબંધ વાદળાંની રચના જેમાં ખંડિત થઈ ગઈ છે
એવા દિશાના વિસ્તારની જેમ અમર્યાદ જેનો વિસ્તાર છે એવો, સહજપણે વિકાસ પામતી ચિન્શક્તિ વડ જેમ જેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે.
આસવો અને આત્માનું અહીં છ પ્રકારે ભેદજ્ઞાન કરાવ્યું૧. આગ્નવો ઘાતક છે, પર્યાય વધ્ય છે. ૨. આગ્નવો અધ્રુવ છે, ભગવાન આત્મા જ ધ્રુવ છે. ૩. આસ્રવો અનિત્ય છે. ભગવાન આત્મા જ નિત્ય છે. ૪. આસ્રવો અશરણ છે, ભગવાન આત્મા જ શરણ છે. ૫. આસ્રવો દુ:ખરૂપ છે, ભગવાન આત્મા જ અદુ:ખરૂપ છે. ૬. આસ્રવો પુણ્ય-પાપ બંધના હેતુ હોવાથી દુઃખફળરૂપ છે, ભગવાન આત્મા જ પુણ્ય
પાપ બંધનો અહેતુ હોવાથી અદુ:ખફળરૂપ છે.
આ પ્રમાણે ભેદજ્ઞાન થતાં વેંત જ, ચૈતન્યસ્વરૂપ ભગવાન જ્ઞાયકનું ભાન થતાં વેંત જ જેનામાં કર્મનો વિપાક શિથિલ-ઢીલો પડી ગયો છે તે આત્મા આસ્રવોથી–મિથ્યાત્વથી નિવૃત્ત થઈ જાય છે.
જથ્થાબંધ વાદળાંની રચના ખંડિત થઈ જતાં જેમ સૂર્યનો પ્રકાશ દિશાઓમાં સર્વત્ર વિસ્તરે છે, દિશાઓ નિર્મળ થઈ જાય છે તેમ અમર્યાદિત જેનો વિસ્તાર છે એવા આત્માની સહજ જ્ઞાનકળા ખીલી જાય છે. ઇન્દ્રિયથી, કર્મથી, રાગથી જ્ઞાનને ભિન્ન પાડતાં જ્ઞાનનો વિકાસ થઈને જ્ઞાન વિજ્ઞાનઘન થઈ ગયું, અને પુદ્ગલ કર્મ ઢીલું પડીને અભાવરૂપ થઈ ગયું. પોતાની સહુજ ચિક્તિ વડે પોતે જ્ઞાનમાં સ્થિર થઈ ગયો, દઢ જામી ગયો. અહાહા...! વસ્તુ તો વિજ્ઞાનઘન છે. ભેદજ્ઞાનના બળે પોતે પર્યાયમાં જેમ જેમ વિજ્ઞાનઘન થતો જાય છે તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે.
બહારનું જ્ઞાન ઓછું-વતુ હોય તેની સાથે અહીં સંબંધ નથી. અહીં તો વસ્તુ આત્મા જે મૂળ વિજ્ઞાનઘનસ્વભાવ છે તેમાં એકાગ્રતા અને સ્થિરતા કરીને પર્યાયમાં જે વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે એની વાત છે. રાગથી ભિન્ન પડતાં જ્ઞાનમાં જ્ઞાન જાગ્યું અને ત્યાં કર્મબંધ શિથિલ થઈ ગયા અને આસવો ગળી ગયા. અહાહા! વિજ્ઞાન-ઘનસ્વભાવ થતો જાય છે એમ કહીને અંતર્મુખ પુરુષાર્થની વાત કરી છે. જુઓ! કર્મ ઘટવા માંડે તેમ તેમ વિજ્ઞાનઘન થતો જાય છે એમ નથી કહ્યું. જ્ઞાનમાં એકાગ્ર થતાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૮૯
સમયસાર ગાથા ૭૪ ] વિજ્ઞાનઘન થતો જાય છે એમ કહ્યું છે. જેમ જેમ વિજ્ઞાનઘન થતો જાય છે તેમ તેમ વિકારના પરિણામ ઘટતા જાય છે, આસવથી નિવૃત્ત થતો જાય છે. બન્નેનો સમકાળ છે એમ સિદ્ધ કરવું છે ને? શિષ્યનો પ્રશ્ન હતો કે બેનો સમકાળ કઈ રીતે છે? તેનો આ જવાબ આપ્યો કે આ રીતે બન્નેનો સમકાળ છે, એક કાળ છે.
પ્રથમ આસ્રવથી નિવૃત્તિ થાય અને પછી જ્ઞાનમાં સ્થિર થાય અથવા પ્રથમ જ્ઞાનમાં એકાગ્ર થાય અને પછી આગ્નવની નિવૃત્તિ થાય એમ બે આગળ-પાછળ નથી; પણ બન્નેનો સમકાળ છે.
જેમ જેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થાય છે અને જેમ જેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે તેમ તેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે. અરસપરસ વાત કરી છે.
તેટલો વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે જેટલો સમ્યક પ્રકારે આસ્રવોથી નિવર્તે છે અને તેટલો આસ્રવોથી નિવર્તે છે જેટલો સમ્યક પ્રકારે વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે. આ રીતે જ્ઞાનને અને આગ્નવોની નિવૃત્તિને સમકાળપણું છે.' અહીં સમ્યક પ્રકારે આસ્રવોથી નિવર્તે છે એમ કહ્યું એનો અર્થ એ છે કે આસવની ઉત્પત્તિ થાય નહિ તેટલો વિજ્ઞાન-ઘનસ્વભાવ છે. તથા જેટલો વિજ્ઞાનઘનસ્વભાવ છે તેટલો સમ્યક પ્રકારે આસ્રવોથી નિવર્તે છે. બન્નેનો સમકાળ છે. જેને
સ્વભાવના ભાનપૂર્વક ભેદજ્ઞાન નથી તે આસ્રવોથી સમ્યકપણે નિવર્તતો નથી અને તે વિજ્ઞાનનસ્વભાવ પણ સમ્યફપણે થતો નથી.
જેમ અંધકાર જાય તે સમયે જ પ્રકાશ થાય અને પ્રકાશ થાય તે સમયે જ અંધકાર જાય, તેમ જે સમયે આસ્રવોથી નિવર્તે તે જ સમયે આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે અને જે સમયે વિજ્ઞાનસ્વભાવ થાય છે તે જ સમયે તે આસ્રવોથી નિવર્તે છે. અહો ! શું અદ્ભુત ટીકા! આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવે એકલાં અમૃત રેડ્યાં છે! જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે. તેમાં જેમ જેમ સ્વરૂપસ્થિરતા થાય તેમ તેમ આસ્રવોથી નિવર્સે અને જેટલો આસ્રવોથી નિવર્સે તેટલી સ્વરૂપસ્થિરતા થાય. આ રીતે જ્ઞાનને અને આગ્નવોની નિવૃત્તિને સમકાળ છે.
અહીં વ્રત, તપ, ભક્તિ આદિ કરે તો આસ્રવોથી નિવર્તે એમ કહ્યું નથી. પણ એનાથી ભેદજ્ઞાન કરી નિર્વિકારી નિજ જ્ઞાયકસ્વરૂપમાં થંભ-સ્થિર થાય તો આગ્નવોથી સમ્યક પ્રકારે નિર્ત છે એમ કહ્યું છે. ભાઈ ! આ તારા સ્વઘરમાં જવાની વાતો કરી છે. જેટલો પરઘરથી પાછો ફરે તેટલો સ્વઘરમાં જાય છે. જેટલો સ્વઘરમાં જાય છે તેટલો પરઘરથી પાછો ફરે છે. જેટલો સ્વરૂપમાં જામતો જાય તેટલો આસ્રવોથી સમ્યક્ પ્રકારે હઠે છે અને જેટલો આસ્રવોથી સમ્યક હઠે છે તેટલો સ્વરૂપમાં જામે છે, વિજ્ઞાનઘન થાય છે. જેટલો અને તેટલો-એમ અરસપરસ બન્ને સરખા બતાવી સમકાળ દર્શાવ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦ ]
પ્રવચન રત્નાકર ભાગ-૪ * ગાથા ૭૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * આગ્નવોનો અને આત્માનો ઉપર કહ્યો તે રીતે ભેદ જાણતાં જ, જે જે પ્રકારે જેટલા જેટલા અંશે આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે તે તે પ્રકારે તેટલા તેટલા અંશે તે આસ્રવોથી નિવર્તે છે. જ્યારે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે ત્યારે સમસ્ત આસ્રવોથી નિવર્તે છે. આમ જ્ઞાનનો અને આદ્મવનિવૃત્તિનો એક કાળ છે.”
ગાથા ૭રમાં પણ ‘બાહૂળ' શબ્દ હતો. અહીં પણ એ જ કહ્યું કે આસ્રવોથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માને જાણીને જેટલો જ્ઞાનાનંદસ્વભાવમાં સ્થિર થયો તેટલો આસ્રવોથી નિવર્તે છે. અને જેટલો આસવોથી છૂટયો તેટલો સ્વરૂપસ્થિર વિજ્ઞાનઘન થાય છે. અહાહા...! જેટલો ધર્મ પ્રગટ થાય તેટલો અધર્મથી નિવૃત્ત થાય અને જેટલો અધર્મ-આસ્રવથી નિવૃત્ત થાય તેટલો ધર્મમાં સ્થિર થાય છે, તેટલાં સંવર-નિર્જરા થાય છે.
આ આગ્નવો ટળવાનું અને સંવર થવાનું વર્ણન ગુણસ્થાનોની પરિપાટીરૂપે તત્ત્વાર્થસૂત્રની ટીકા આદિ સિદ્ધાંતશાસ્ત્રોમાં છે ત્યાંથી જાણવું. અહીં તો સામાન્ય પ્રકરણ છે. તેથી સામાન્યપણે કહ્યું છે.”
આ પચ્ચકખાણ કરો, સામાયિક કરો, પોસા કરો, પ્રતિક્રમણ કરો, આ ત્યાગ કરો, તે કરો ઇત્યાદિ કરો તો ધર્મ થાય, સંવર થાય એમ લોકો માને છે. પણ તે બરાબર નથી. આસ્રવ અને આત્માને ભિન્ન જાણ્યા નથી ત્યાં સંવર કેવો? જેનો વીતરાગ વિજ્ઞાનસ્વભાવ છે એવા આત્મામાં ઢળ્યા વિના આસ્રવથી નિવૃત્તિ થાય નહિ અને ત્યાં સુધી સંવર પ્રગટ થાય નહિ. અહા! પુણ્ય-પાપના વિષમભાવથી ભેદજ્ઞાન થયા વિના સમતા જેનું મૂળ છે એવી સામાયિક કેમ થાય ? ન થાય. બાપુ! મન-વચન-કાયાની સરળતારૂપ પ્રવૃત્તિથી પુણ્ય બંધાય, પણ ધર્મ ન થાય. કહ્યું કે અહીં કે તે (શુભ) ભાવો દુઃખરૂપ અને દુ:ખફળરૂપ છે, પણ ધર્મ નથી. ધર્મ તો સ્વનો આશ્રય લઈને એમાં જ ઠરે તો પ્રગટ થાય છે. આવું જ વસ્તુ સ્વરૂપ છે ત્યાં થાય શું?
પ્રશ્ન:- “આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે એટલે શું?” તેનો ઉત્તર
ઉત્તર:- “આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે.” જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા પોતામાં સ્થિર થતો જાય, ઠરતો જાય તેને વિજ્ઞાનઘન થયો કહેવામાં આવે છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાનને-ભલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય તોપણ-અજ્ઞાન કહેવામાં આવે છે. અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન હોય પણ મિથ્યાત્વ ન ગયું હોય તો તે અજ્ઞાન છે, વિજ્ઞાન નથી.
તિર્યંચને જ્ઞાનનો ઉઘાડ ભલે ઓછો હોય, પણ જો તેનું જ્ઞાન અંદર સ્વભાવમાં સ્થિર થયું હોય તો તે વિજ્ઞાન છે. જેમ જેમ તે જ્ઞાન એટલે વિજ્ઞાન અંદર જામતું જાય, ઘટ્ટ થતું જાય, સ્થિર થતું જાય તેમ તેમ આસ્રવોથી નિવૃત્તિ થતી જાય છે. અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૪ ] જેમ જેમ આગ્નવોની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ વિજ્ઞાન જામતું જાય છે, ઘટ્ટ થતું જાય છે, સ્થિર થતું જાય છે, અર્થાત્ આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે.
જ્ઞાન જ્ઞાનમાં ઠરે, જ્ઞાન જ્ઞાનમાં જામ, જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય તે વિજ્ઞાન છે અને તે મોક્ષમાર્ગ છે. આગળ જઈને તેનું ફળ કેવળજ્ઞાન આવશે. પરંતુ સ્વભાવમાં ઠર્યો જ નથી, આસ્રવથી-શુભાશુભભાવથી ભેદજ્ઞાન કર્યું જ નથી તેનું બધું જ્ઞાન અજ્ઞાન છે. પરલક્ષી શાસ્ત્રજ્ઞાનનો ઉઘાડ, પાંચ સમિતિ, ત્રણ ગુતિ ઇત્યાદિનું જ્ઞાન ભેદજ્ઞાનના અભાવમાં અજ્ઞાન છે, વિજ્ઞાન નથી. માટે શુભાશુભભાવથી ભિન્ન નિજ જ્ઞાતા-દષ્ટા સ્વરૂપ વસ્તુનું લક્ષ કરી એમાં જ ઠરતાં આત્માનો વિજ્ઞાનઘનસ્વભાવ પ્રગટ થાય છે અને ત્યારે તેને કર્તાકર્મની પ્રવૃત્તિ મટે છે.
હવે આ જ અર્થના કળશરૂપ તથા આગળના કથનની સૂચનિકારૂપ કાવ્ય કહે છે
* કળશ ૪૮ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * રુતિ વં' એ રીતે પૂર્વકથિત વિધાનથી, “સમ્રતિ' હમણાં જ (તરત જ) ‘પદ્રવ્યાત્' પરદ્રવ્યથી “પરાં નિવૃત્તિ વિરવચ્ચ' ઉત્કૃષ્ટ (સર્વ પ્રકારે) નિવૃત્તિ કરીને ‘વિજ્ઞાનવસ્વભાવ પર સ્વં સમયાંતુ નાસ્તિનુવા:' વિજ્ઞાનઘનસ્વભાવરૂપ એવા કેવળ પોતાના પર નિર્ભયપણે આરૂઢ થતો અર્થાત્ પોતાનો આશ્રય કરતો (અથવા પોતાને નિઃશંકપણે આસ્તિકયભાવથી સ્થિર કરતો), “જ્ઞાનોસ્થિતłર્મના વનેશત' અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા કલેશથી નિવૃત્ત:' નિવૃત્ત થયેલો, ‘સ્વયં જ્ઞાનમૂત:' પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો, ‘નાત: સાક્ષી' જગતનો સાક્ષી ( જ્ઞાતા-દષ્ટા ), ‘પુરા: પુમાન' પુરાણપુરુષ (આત્મા) (ત: વાસ્તિ' અહીંથી હવે પ્રકાશમાન થાય છે.
આત્મા ત્રિકાળ જ્ઞાનાનંદસ્વભાવી છે. વિજ્ઞાનઘન એટલે શું? કે રાગનો એ કર્તા અને રાગ એનું કર્મ-એ આત્માનું સ્વરૂપ નથી. અહાહા..! આત્મા તો શુદ્ધ નિર્મળ ચૈતન્યઘનસ્વરૂપ એકરૂપ વસ્તુ છે. એટલે પર્યાયમાં જે પુણ્ય-પાપના-આસ્રવના ભાવ છે તેથી ભિન્ન પડી ભેદજ્ઞાન દ્વારા નિજ શુદ્ધ ચૈતન્યમય તત્ત્વનો અનુભવ કરતાં પોતે વિજ્ઞાન-ઘનસ્વભાવરૂપ થાય છે. કહ્યું ને કે સંપ્રતિ એટલે તરત જ પરદ્રવ્યથી સર્વ પ્રકારે નિવૃત્તિ કરીને વિજ્ઞાનઘનસ્વભાવરૂપ એવા પોતાના પર નિર્ભયપણે આરૂઢ થઈને કલેશથી-રાગથી નિવૃત્ત થાય છે. રાગથી નિવૃત્ત થાય છે એટલે વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થાય છે. આ ધર્મ છે અને આ જ ઉપાય છે.
શરીર, મન, વાણી જડ છે. એનાથી તો આત્મા-શુદ્ધ ચૈતન્યમય વસ્તુ ભિન્ન છે જ. પણ પુણ્ય-પાપના ભાવ જે આસ્વભાવ એનાથી પણ વિજ્ઞાનઘન ભગવાન ભિન્ન છે. તથાપિ આત્મા પર્યાયમાં દુઃખી છે. તેને સુખ કેમ થાય એની આ વાત છે. પરદ્રવ્યથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
અને પુણ્ય-પાપના ભાવથી એક્તાબુદ્ધિ વડે જીવ દુ:ખી છે. તે એક્તાબુદ્ધિ દૂર કરી ભેદજ્ઞાન દ્વારા પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ પર આરૂઢ થતાં, શુદ્ધ ચૈતન્યનો આશ્રય કરતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે, કલેશની નિવૃત્તિ થાય છે. આ ધર્મ પામવાનો અને સુખી થવાનો ઉપાય છે.
વ્યવહાર તે ઉપાય નથી. એનાથી ભિન્ન પડી અંતરમાં ભેદજ્ઞાન કરવું તે ઉપાય છે. જ્યાં સુધી હું રાગનો કર્તા અને રાગ મારું કર્મ એમ માને અને એવી અજ્ઞાનમય કર્તાકર્મની પ્રવૃત્તિનો અભ્યાસ રાખે ત્યાં સુધી તેને મિથ્યાત્વ છે, ત્યાં સુધી તે ક્લેશ પામે છે, દુઃખ પામે છે. રાગનો હું ર્તા અને રાગ મારું ર્તવ્ય એ માન્યતા અજ્ઞાન છે, મૂઢતા છે અને એનું ફળ ચોરાસીના અવતારનાં જન્મ-મરણનાં દુઃખ છે, ક્લેશ છે. માટે વ્યવહાર કરતાં કરતાં ધર્મ થશે એવી અજ્ઞાનમય માન્યતાથી ભિન્ન પડીને વસ્તુ ચિદાનંદઘન ત્રિકાળ ધ્રુવ અંદરમાં જે પડી છે તે એકનો આશ્રય કરીને એમાં જ ઠરવું તે ધર્મ છે, તે જન્મ-મરણના ક્લેશ નિવારવાનો ઉપાય છે. અરે! લોકોને અનાદિનો અભ્યાસ નથી એટલે કઠણ પડે, પણ માર્ગ આ જ છે ભાઈ ! ભેદજ્ઞાન એક જ તરણોપાય છે.
કહ્યું ને કે-પૂર્વકથિત વિધાનથી હમણાં જ પદ્રવ્યથી ઉત્કૃષ્ટ એટલે સર્વ પ્રકારે નિવૃત્તિ કરીને વિજ્ઞાનઘનસ્વભાવ એવા પોતામાં આરૂઢ થતો તે જ્ઞાનસ્વરૂપ થયો થકો જગતનો સાક્ષી-જ્ઞાતાદષ્ટા થાય છે.
જુઓ, પુણ્ય-પાપના ભાવ તે ભાવકર્મ, મોહનીયાદિ આઠ દ્રવ્યકર્મ અને શરીર, મન, ઇન્દ્રિય, વાણી, ઇત્યાદિ નોકર્મ-એ બધાંને ૫૨દ્રવ્ય કહે છે. અને ચિદાનંદઘનસ્વરૂપ ભગવાન પોતે સ્વદ્રવ્ય છે. અહીં કહે છે સર્વ પ્રકારે પદ્રવ્યની રુચિ છોડી દઈને સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન શાયદેવમાં દષ્ટિ પ્રસરાવી તેમાં જ આરૂઢ-સ્થિત થઈ જતાં વિજ્ઞાનઘનસ્વભાવ પ્રગટ થાય છે. એકાન્ત છે, એકાન્ત છે એમ લોકોને લાગે, પણ ભાઈ! કોઈ પણ રાગ પરિણામ, –પછી તે દયા, દાન આદિના શુભ પરિણામ કેમ ન હોય, દુઃખરૂપ છે અને ભાવિના દુ:ખફળરૂપ છે. આ વાત ગાથામાં (૭૪માં) આવી ગઈ. ભાઈ! તું અનાદિથી પરદ્રવ્યમાં રાગમાં આરૂઢ હતો તે હવે ૫દ્રવ્યથી-રાગથી ખસી જઈને સ્વદ્રવ્યમાં આરૂઢ થઈ જા. નિર્ભય થઈને, નિઃશંક બનીને સ્વદ્રવ્યમાં આરૂઢ થઈ જા; કેમકે એમ થતાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી ઉત્પન્ન થયેલો કલેશ મટી જાય છે, નાશ પામે છે. કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી ક્લેશ થતો હતો તે સ્વભાવમાં આરૂઢ થતાં મટી જાય છે અને પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો જગતનો સાક્ષી પ્રગટ થાય છે.
આત્મામાં કર્તૃત્વ નામનો ગુણ છે. એટલે પોતે પોતાના નિર્મળ વીતરાગીભાવરૂપ કર્મનો કર્તા થઈ રાગથી નિવર્તે ત્યારે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન પ્રગટ થાય છે. અને ત્યારે તે જગતનો સાક્ષી પુરાણપુરુષ જ્ઞાતા-દષ્ટાપણે પ્રકાશમાન થાય છે. રાગાદિ ભાવ હો ભલે, પણ તેનો તે માત્ર જાણનારો દેખનારો સાક્ષી થાય છે, કર્તા નહિ. પુણ્ય-પાપના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૪ ]
[ ૯૩ જે કૃત્રિમ વિકારી ભાવ તેના કર્તા થવું એ તો કલેશ છે, દુઃખ છે અને દુ:ખફળ છે. ત્યાંથી દષ્ટિ ફેરવી લઈને ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકમાં જ્યાં દષ્ટિ સ્થાપી અને જ્ઞાતાભાવે પરિણમ્યો ત્યાં તરત જ આનંદનો સ્વાદ આવે છે અને જે રાગ રહે છે તેનો તે માત્ર સાક્ષી જ રહે છે. અહો ! ભેદજ્ઞાનનો મહિમા !
તિર્યંચ પણ રાગથી ભિન્ન પડીને આવું સમ્યગ્દર્શન પ્રગટ કરે છે અને આત્માના આનંદનો સ્વાદ લે છે. વ્યવહારનું વર્ણન શાસ્ત્રમાં ઘણું આવે છે પણ એ તો જ્ઞાન કરવા માટે વાત છે; વ્યવહાર તે કાંઈ નિશ્ચયનું સાધન છે એમ નથી. સમયસાર ગાથા ૧૧ના ભાવાર્થમાં પંડિત શ્રી જયચંદજીએ ખૂબ સ્પષ્ટ કહ્યું છે કે “પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ જાણી બહુ કર્યો છે, પણ એનું ફળ સંસાર જ છે. ત્રણેયનું ફળ સંસાર છે. આગળ કહ્યું છે- “શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે-કયાંક કયાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી દીધો છે...”
મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં કહ્યું છે કે “વ્યવહારનય સ્વદ્રવ્ય-પદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો, વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યકત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.”
વળી બંધ અધિકારમાં કળશ ૧૭૩માં કહ્યું છે કે “સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાંય જિન ભગવાનોએ પૂર્વોક્ત રીતે ત્યાગવાયોગ્ય કહ્યાં છે તેથી અમે એમ માનીએ છીએ કે “પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે'...” જુઓ, વ્યવહારરત્નત્રયનો વિકલ્પ જે રાગ છે એનાથી લાભ (ધર્મ) થાય એમ ત્યાં કહ્યું નથી. અહા ! આવી સત્ય વાત બહાર આવી, છતાં તે કોઈને ન બેસે અને વિરોધ કરે તો શું થાય ? સૌ સૌની લાયકાત સ્વતંત્ર છે.
અહાહા..! રાગ મારું કર્તવ્ય અને હું રાગનો કર્તા એવા અજ્ઞાનથી ખસી જે અંતર સ્વરૂપમાં એકાકાર થયો તે જ્ઞાનસ્વરૂપ થયો થકો જગતનો સાક્ષી થાય છે. જેને સમ્યગ્દર્શનજ્ઞાન થયું તે વિકલ્પથી માંડીને આખા જગતનો સાક્ષી જાણન–દેખનહારો થાય છે, કર્તા થતો નથી. આખા જગતનો સાક્ષી પુરાણ-પુરુષ આત્મા અહીંથી પ્રકાશમાન થાય છે.
[ પ્રવચન નં. ૧૨૭, ૧૨૮ અને ૧૨૯ (ચાલુ) * દિનાંક ૧૭-૭-૭૬ થી ૧૮-૭-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૭૫
कथमात्मा ज्ञानीभूतो लक्ष्यत इति चेत्
कम्मस्स य परिणामं णोकम्मस्स य तहेव परिणाम। ण करेइ एयमादा जो जाणदि सो हवदि णाणी।। ७५।।
कर्मणश्च परिणामं नोकर्मणश्च तथैव परिणामम्।
न करोत्येनमात्मा यो जानाति स भवति ज्ञानी।। ७५ ।। હવે પૂછે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય? તેનું ચિહ્ન (લક્ષણ ) કહો. તેના ઉત્તરરૂપ ગાથા કહે છે:
પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે
તે નવ કરે છે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. ૭૫. ગાથાર્થઃ- [ ] જે [ માત્મા ] આત્મા [ નિમ] આ [ કર્મળ: પરિણામે ૨] કર્મના પરિણામને [તથા પર્વ ૨] તેમ જ [ નોર્મળ: પરિણાનં] નોકર્મના પરિણામને [ન રોતિ] કરતો નથી પરંતુ [ નાનાતિ ] જાણે છે [૪: ] તે [ જ્ઞાની ] જ્ઞાની [ ભવતિ ] છે.
ટીકા- નિશ્ચયથી મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ, અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સંસ્થાન, સ્થૂલતા, સૂક્ષ્મતા આદિરૂપે બહાર ઉત્પન્ન થતું જે નોકર્મનું પરિણામ, તે બધુંય પુદ્ગલપરિણામ છે. પરમાર્થે, જેમ ઘડાને અને માટીને જ વ્યાપ્યવ્યાપકભાવનો (વ્યાપ્યવ્યાપકપણાનો) સભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ પુદ્ગલપરિણામને અને પુદ્ગલને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્દભાવ હોવાથી કર્તાકર્મપણું છે. પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુલ પરિણામનો કર્તા છે અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી (વ્યાપ્યરૂપ થતું હોવાથી) કર્મ છે. તેથી પુદ્ગલદ્રવ્ય વડે કર્તા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મનોકર્મરૂપ પુદ્ગલપરિણામ તેને જે આત્મા, પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાયવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, પરમાર્થે કરતો નથી, પરંતુ (માત્ર) પુદ્ગલપરિણામના જ્ઞાનને (આત્માના) કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે, તે આત્મા (કર્મનોકર્મથી) અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે. (પુલપરિણામનું જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવે છે:-) પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૯૫
સમયસાર ગાથા ૭૫ ]
(શાર્દૂનવિદ્રોહિત) व्याप्यव्यापकता तदात्मनि भवेन्नैवातदात्मन्यपि व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तृकर्मस्थितिः। इत्युद्दामविवेकघस्मरमहोभारेण भिन्दंस्तमो
ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान्।। ४९।। અને જેમ ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્દભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ આત્મપરિણામને અને આત્માને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્દભાવ હોવાથી કર્તાકર્મપણું છે. આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મપરિણામનો એટલે કે પુદ્ગલપરિણામના જ્ઞાનનો કર્તા છે અને પુગલ પરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી (વ્યાપ્યરૂપ થતું હોવાથી) કર્મ છે. વળી આ રીતે (જ્ઞાતા પુગલપરિણામનું જ્ઞાન કરે છે તેથી) એમ પણ નથી કે પુદગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે; કારણ કે પુદ્ગલને અને આત્માને જ્ઞયજ્ઞાયકસંબંધનો વ્યવહારમાત્ર હોવા છતાં પણ પુગલપરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે. (માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે.)
હવે આ જ અર્થના સમર્થનનું કાશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [ ભાગ્યવ્યાપકતા તાત્મનિ ભવેત્] વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં જ હોય, [બતાત્મનિ કપિ ન વ ] અતસ્વરૂપમાં ન જ હોય. અને [ભાગ્યવ્યાપકમાવસમ્ભવમ્ ઋતે] વ્યાપ્યવ્યાપકભાવના સંભવ વિના [ર્તુસ્થિતિ: 51] કર્તાકર્મની સ્થિતિ કેવી? અર્થાત્ કર્તાકર્મની સ્થિતિ ન જ હોય. [ રૂતિ ઉદ્દામ–વિવેવડ–ઘમ્મર–મહોમ રેગ] આવો પ્રબળ વિવેકરૂપ, અને સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જે જ્ઞાનપ્રકાશ તેના ભારથી [ તમ: મિન્વન્] અજ્ઞાન-અંધકારને ભેદતો, [: Sષ: પુમાન] આ આત્મા [ જ્ઞાનમૂય] જ્ઞાનસ્વરૂપ થઈને, [ તવા] તે કાળે [સ્તૃત્વશૂન્ય: સિત:] કર્તુત્વરહિત થયેલો શોભે છે.
ભાવાર્થ- જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે અને કોઈ એક અવસ્થાવિશેષ તે, (તે વ્યાપકનું) વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. દ્રવ્યપર્યાય અભેદરૂપ જ છે. જે દ્રવ્યનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ તે જ પર્યાયનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે. આવું વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં જ (અર્થાત્ અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ) હોય; અતસ્વરૂપમાં (અર્થાત્ જેમની સત્તા-સત્ત્વ ભિન્ન ભત્નિ છે એવા પદાર્થોમાં) ન જ હોય. જ્યાં વ્યાપ્યવ્યાપકભાવ હોય ત્યાં જ કર્તાકર્મભાવ હોય; વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મભાવ ન હોય. આવું જે જાણે તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ પુદ્ગલને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે. આમ જાણતાં તે જ્ઞાની થાય છે, કર્તાકર્મભાવથી રહિત થાય છે અને જ્ઞાતાદ્રષ્ટા- જગતનો સાક્ષીભૂત-થાય છે. ૪૯.
* સમયસાર ગાથા ૭૫ : મથાળુ * હવે પૂછે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય? તેનું ચિહ્ન શું? લક્ષણ શું? તેના ઉત્તરરૂપ ગાથા કહે છે :
* ગાથા ૭૫ : ટીકા ઉપરનું પ્રવચન * નિશ્ચયથી મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સંસ્થાન, સ્થૂલતા, સૂક્ષ્મતા આદિરૂપે બહાર ઉત્પન્ન થતું જે નોકર્મનું પરિણામ, તે બધુંય પુદ્ગલપરિણામ છે.”
જાઓ! મોહ, રાગ, દ્વેષ, સુખ, દુ:ખ ઇત્યાદિ અંતરંગમાં ઉત્પન્ન થતું કર્મનું પરિણામ એમ કહ્યું એમાં કર્મનું પરિણામ એટલે જીવના વિકારી ભાવકર્મની વાત છે. રાગ, દ્વેષ અને સુખ-દુઃખની કલ્પના ઇત્યાદિ કર્મના સંગે-નિમિત્તે અંતરંગમાં ઉત્પન્ન થતું જીવનું ભાવકર્મ છે, વિકારી પર્યાય છે. અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સંસ્થાન, સ્થૂલતા, સૂક્ષ્મતા ઇત્યાદિ બહાર ઉત્પન્ન થતું નોકર્મનું પરિણામ છે. આ બધુંય પુદ્ગલપરિણામ છે એમ અહીં કહ્યું છે.
આ પુણ્ય-પાપના અને હરખ-શોકના જે ભાવ અંદર થાય એ પુદ્ગલપરિણામ છે. કર્મ જડ છે અને એના સંગે થયેલો ભાવ પણ કર્મનું જ પરિણામ છે. વિકારી ભાવ તે પુદ્ગલપરિણામ છે, જીવ નહિ, આ શરીર, મન, વાણી, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ઇત્યાદિ જે નોકર્મના પરિણામ છે તે બધાય પુદ્ગલપરિણામ છે. ગજબ વાત છે! ભગવાનની ભક્તિના પરિણામ, દયા, દાન, વ્રતાદિના વિકલ્પ કે પાંચમહાવ્રતના વિકલ્પ જે અંતરંગમાં ઊઠે તે પુદ્ગલના પરિણામ છે એમ જાણીને જ્ઞાની એનાથી ભિન્ન પડે છે, એનો સાક્ષી થઈ જાય છે.
- બાપુ! આ તો ધીરાની વાતો છે. આ મંદિરો બંધાવે અને મોટા વરઘોડા કાઢે ઇત્યાદિ હો-હા કરે તો ધર્મ થાય છે એમ નથી. અહીં અંદરના શુભભાવથી જ્યાં નિવર્તવું છે ત્યાં બહારની પ્રવૃત્તિ એની છે એ વાત ક્યાં રહી? બહારનાં કાર્યો પોતપોતાના કારણે પોતપોતાના કાળે થાય એને (બીજો) કોણ કરે? (અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યનાં કાર્ય કરે એ વસ્તુસ્થિતિ જ નથી).
પ્રશ્ન:- તો નિમિત્ત વિના શું એ બધું થાય છે? - ઉત્તર:- હા, નિમિત્ત વિના એ કાર્યો પોતાથી થાય છે. નિમિત્ત તો એને અડતું ય નથી માટે નિમિત્ત વિના જ થાય છે. પરનાં કાર્યોને કરે કોણ? સંયોગથી ક્રિયા જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૫ ]
[ ૯૭
કાળે થવાની હોય તે થાય એને અન્ય કોણ કરે ? અહીં તો રાગનો હું કર્તા અને રાગ મારું કર્મ એવી ર્તાકર્મની મિથ્યાબુદ્ધિ છોડીને જ્ઞાતાપણું પ્રગટ કરે એની વાત ચાલે છે.
ભાઈ ! ઉપાદાન અને નિમિત્ત બંને સાથે હોય છે એટલું બરાબર છે. પણ નિમિત્તે કાર્ય કર્યું એ વાત બીલકુલ (બરાબ૨) નથી. સમયસાર ગાથા ૩૭૨ની ટીકામાં કહ્યું છે કે-‘વળી જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે; કેમકે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે.' ત્યાં આગળ કહ્યું છે કે–‘માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ; માટી જ કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી કુંભભાવે ઉપજે છે.’
,
માટી ઘડાની કર્તા છે, કુંભારે ઘડો કર્યો નથી. કુંભાર નિમિત્ત ભલે હોય, પણ કાર્ય (થડો ) નિમિત્તથી-કુંભારથી થતું નથી. રોટલી પોતે પોતાથી ઉત્પન્ન થાય છે, તે અગ્નિથી, તાવડીથી કે સ્ત્રીથી ઉત્પન્ન થતી નથી. આમ દરેક કાર્યમાં સમજવું. અહીં એમ કહે છે કે અંદરમાં ઉત્પન્ન થતા દયા, દાન, ભક્તિ આદિના પરિણામ તે કર્મના પરિણામ છે. ભાવકર્મ છે એ બધુંય પુદ્દગલપરિણામ છે, જીવસ્વરૂપ નથી.
હવે કહે છે–‘ ૫૨માર્થે જેમ ઘડાને અને માટીને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્દભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ પુદ્દગલપરિણામને અને પુદ્ગલને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે.' જીઓ, માટી વ્યાપક છે, ઘડો તેનું વ્યાપ્ય છે. માટી કર્તા છે, ઘડો તેનું કર્મ છે. ઘડો કુંભારનું કર્મ નથી. ઘડો એના થવા કાળે માટીથી થાય છે. તે માટીના (સ્વ) ભાવથી થાય છે, કુંભારના અભાવથી થાય છે. આકરી વાત, ભાઈ! આ પુસ્તકનું પાનું ફરે છે ને! તે આંગળીથી-આંગળીને લઈને નહિ. રોટલીના બટકા થવાનું કાર્ય છે એ પરમાણુથી થાય છે, દાઢથી નહિ; આ પાણી ઉભું થાય છે તે પોતાથી થાય છે, અગ્નિથી નહિ; જે ચોખા ચઢે છે તે સ્વકાળે પોતાથી જ ચઢે છે, પાણીથી કે અગ્નિથી નહિ. અહાહા...! વીતરાગભાવ થાય છે તે કર્મ ખરે છે એનાથી નહિ. નિમિત્ત હો ભલે, પણ એને લઈને (ઉપાદાનમાં ) કાર્ય નીપજે છે એમ છે જ નહિ. જૈનદર્શન ઘણું ઝીણું છે. મોટા મોટા પંડિતો ગોથાં ખાઈ જાય એમ છે. ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપભાવનો સદ્દભાવ હોવાથી ઘડો તે કર્મ અને માટી તેનો કર્તા છે. ઘડાનો કર્તા કુંભાર નથી. અહાહા...! દુનિયાથી તદ્દન ઉલટી વાત છે.
પ્રશ્ન:- તો શું આ માનવું પડશે ?
ઉત્ત૨:- ભાઈ ! જેમ છે એમ નક્કી કરીને માનવું પડશે. થાય શું? વસ્તુસ્થિતિ જ આ છે. જેમ માટી અને ઘડાને વ્યાખવ્યાપકભાવનો સદ્દભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
પુદ્દગલપરિણામને અને પુદ્દગલને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. આ વિકારી પરિણામ જે શુભાશુભ ભાવ છે તે પુદ્ગલના પરિણામ છે. પુદ્ગલ પ્રસરીને વિકારભાવ થયો છે. પુદ્દગલપરિણામ એટલે આ જે રાગાદિ ભાવ છે તે પુદ્ગલથી થયા છે, જીવથી નહિ. તે પુદ્ગલના આશ્રયથી થયા છે.
આત્મા અને જડકર્મનો અનાદિથી સંબંધ છે. કર્મની પર્યાય અનાદિથી કર્મપણે થયેલી છે, તે જીવે કરી નથી; જીવના પરિણામ કર્મે કર્યા નથી. અનાદિથી એક ક્ષેત્રે રહ્યા છતાં એકબીજાને કર્તાકર્મપણું નથી. જીવ જીવની પર્યાય કરે, કર્મ કર્મની પર્યાયને કરે. જીવ કર્મની અવસ્થાને કરે અને કર્મનો ઉદય જીવની અવસ્થાને-રાગને કરે એમ નથી. આમ પ્રથમ બે દ્રવ્યની પર્યાયનું સ્વતંત્રપણું સિદ્ધ કરીને પછી દ્રવ્યદૃષ્ટિ કરાવવા રાગના પરિણામનો કર્તા જીવ નહિ એમ અહીં કહે છે. પુદ્દગલ-પરિણામ એટલે રાગ અને પુદ્દગલને વ્યાપ્ય-વ્યાપકભાવ હોવાથી કર્તાકર્મનો સદ્ભાવ છે. પુદ્ગલ કર્તા અને વિકારી ભાવ પુદ્ગલનું કર્મ છે. જીવ તેનો કર્તા નથી.
અહીં તો જીવનું કાર્ય જ્ઞાતાદષ્ટાપણું છે એમ સિદ્ધ કરવું છે. વસ્તુષ્ટિ કરાવવી છે ને! આત્મા જે ચૈતન્યમય વિજ્ઞાનઘનસ્વભાવ વસ્તુ છે તે એના નિર્મળ ચૈતન્યપરિણામને કરે પણ વિકારી પરિણામ થાય તે એનું ય નથી. તેથી જે રાગપરિણામ થાય તે પુદ્ગલનું કાર્ય છે પુદ્ગલ તેનો કર્તા છે એમ અહીં કહ્યું છે. જ્ઞાતાદ્રષ્ટાના પરિણમનમાં જે રાગ થાય તે પુગલનું કાર્ય છે, જીવ તેનો જાણનાર છે, કર્તા નથી.
‘પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલપરિણામનો ર્તા છે અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતુ હોવાથી (વ્યાખરૂપ થતુ હોવાથી ) કર્મ છે.' આ દયા, દાન આદિ પુણ્યના પરિણામ વ્યાપ્ય છે અને પુદ્ગલ સ્વતંત્ર વ્યાપક છે. પુદ્ગલ પ્રસરીને રાગાદિ પરિણામ કરે છે. વસ્તુ તો ચૈતન્યસ્વભાવી છે. જીવમાં એક વૈભાવિક શક્તિ છે. પણ તેનાથી વિભાવ થાય છે. એમ નથી. પોતે નિમિત્તાધીન થાય તો વિભાવ થાય છે. એ વિભાવ પુદ્ગલનું કાર્ય છે, પુદ્દગલ સ્વતંત્ર વ્યાપક થઈને વિભાવને કરે છે.
જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાન રોકાય છે એમ જે ગોમ્મટસારમાં આવે છે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવનારું કથન છે. બાકી જ્ઞાનમાં જે ઓછાવત્તાપણું થાય છે તે પોતાથી થાય છે. કર્મથી નહિ. આમ દરેક દ્રવ્યની પર્યાયની સ્વતંત્રતા છે. અહીં ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિમાં જે નિર્મળ જ્ઞાનપરિણમન થાય તે જ્ઞાતાનું કાર્ય છે, પણ જે રાગાદિ ભાવ થાય તે જ્ઞાતાનું કાર્ય નથી. તેથી તે રાગનો કર્તા પુદ્દગલ છે અને રાગ તે પુદ્ગલનું કર્મ છે એમ અહીં સિદ્ધ કર્યું છે.
૫૨માર્થે ઘડાને અને માટીને વ્યાખવ્યાપકભાવનો સદ્દભાવ હોવાથી કર્તાકર્મપણું છે. માટી વ્યાપક તે કર્તા અને ઘડો વ્યાપ્ય તે એનું કર્મ છે. અહીં બે કારણથી કાર્ય થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
| [ ૯૯
સમયસાર ગાથા ૭૫ ] એ વાત લીધી જ નથી. માટી પોતે ર્તા અને ઘડો તેનું કાર્ય છે; કુંભાર તો નિમિત્ત છે, કર્તા નથી. તેમ પુદ્ગલપરિણામ એટલે કે શરીરાદિને, પુણ્ય પાપના ભાવને, વ્યવહર-રત્નત્રયના પરિણામને અને પુદ્ગલને જ વ્યાપ્યવ્યાપકભાવનો સભાવ લેવાથી ક્નકર્મપણું છે.
અહીં તો ભેદજ્ઞાનની વાત છે. શરીરાદિથી, પુણ્યપાપના ભાવથી કે વ્યવહારરત્નત્રયના પરિણામથી ભગવાન આત્મા ભિન્ન છે. તેથી આત્માને ભિન્ન એવા રાગાદિ સાથે અભિન્નપણું નથી. રાગાદિ છે તેને પુદ્ગલ સાથે અભિન્નપણું છે. પુદગલ તેમાં પ્રસરીને-વ્યાપીને રહેલું છે તેથી રાગાદિ સર્વ પુગલના પરિણામ છે. જુઓ ! બે કર્તાથી કાર્ય થાય છે એ વાત અહીં ઉડી જાય છે. પ્રમાણનું જ્ઞાન કરાવવાના કાર્યકાળે બીજી ચીજ નિમિત્તરૂપે હોય છે એવી વાત શાસ્ત્રોમાં આવે છે પણ એ તો (બહિર્ષ્યામિ બતાવતું) વ્યવહારનું કથન છે. અરે! વાસ્તવિક નિશ્ચયનો વિષય જેને અંતરમાં બેઠો નથી તેને પ્રમાણના વિષયનું યથાર્થ જ્ઞાન હોઈ શકે નહિ .
નિશ્ચયથી ભગવાન આત્મા રાગથી ભિન્ન છે. રાગના પરિણામ તે જીવના કર્તવ્યપણે નથી. રાગના પરિણામ થાય તે વખતે રાગને જાણનારું જે જ્ઞાન તે જ્ઞાનમાં રાગના પરિણામ નિમિત્ત છે. આવા જે જ્ઞાનના પરિણામ તેનો કર્તા જીવ અને રાગને જાણનારું (કરનારું નહિ) જે જ્ઞાન પ્રગટયું તે જીવનું કર્મ છે. ભાઈ ! સૂક્ષ્મ વાત છે. ખૂબ ધીરજથી સમજવાની આ વાત છે. શિષ્યનો પ્રશ્ન છે કે સમકિતીને-જ્ઞાનીને ઓળખવાનું ચિહ્ન શું છે એનો ઉત્તર આ ચાલે છે. રાગથી, વ્યવહારના વિકલ્પથી ભિન્ન પડીને અંતર્મુખ થતાં ભગવાન આત્માનું જ્ઞાન થયું, સ્વાનુભવ થયો ત્યાં જે રાગાદિ ભાવ થાય તે જીવનું કર્તવ્ય નથી. તે રાગ પરિણામ પુદ્ગલનું કાર્ય છે. પુદ્ગલ સ્વતંત્ર વ્યાપક થઈને મલિન પરિણામને ઉત્પન્ન કરે છે.
અહાહા...! આત્મા એકલો ચિદાનંદઘન પ્રભુ છે. એ રાગના-આકુળતાસ્વરૂપ દુઃખના પરિણામથી ભિન્ન છે. ધર્મીને સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન સિવાય બીજે કયાંય સુખબુદ્ધિ નથી, કેમકે નિર્મળાનંદસ્વરૂપ ભગવાન આત્માના અનુભવથી સુખનું નિધાન પોતે જ છે એમ એણે જાણું છે. આવું ત્રિકાળી નિજ ચૈતન્યનિધાન જેણે જાણ્યું એવા સમ્યગ્દષ્ટિ ધર્મી જીવને જે પર્યાયમાં રાગ, વ્યવહારના પરિણામ થાય તેને તે પુદગલના કર્તવ્યપણે જાણે છે, પોતાના કાર્યપણે નહિ. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ ! લોકોને એકાન્ત છે એમ લાગે પણ વસ્તુ સ્વરૂપ જે છે તેનું આ સમ્યક નિરૂપણ છે. તેઓ એમ માને કે વ્યવહારથી લાભ થાય, પણ ભાઈ ! એ વ્યવહારનો રાગ તો પુદ્ગલપરિણામ છે, એનાથી આનંદના પરિણામ નીપજે એ કેમ બની શકે? (ન જ બની શકે ).
નિશ્ચયથી વસ્તુના સ્વભાવમાં જેમ પુદ્ગલ નથી તેમ રાગ પણ નથી. બંનેય પર છે તેથી બન્નેનેય આત્મામાંથી એક સાથે કાઢી નાખ્યા છે. આ ક્નકર્મ અધિકાર છે ને?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ તેથી ચૈતન્યસ્વભાવથી બાહ્ય ગણીને બંનેનો કર્તા પુદ્ગલ અને બંને પુદ્ગલનાં કર્મ છે એમ અહીં સિદ્ધ કર્યું છે.
અસ્તિકાયની અપેક્ષાએ વિકારની પર્યાય પણ પોતાથી પોતામાં પોતાને કારણે થાય છે, પરથી નહિ. એ તો દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ત્રણે થઈને અસ્તિકાય સિદ્ધ કરવાની વાત છે. હવે અહીં દ્રવ્યદૃષ્ટિ પ્રગટ કરીને પર્યાયદષ્ટિ છોડવાની વાત છે. પંચાસ્તિકાયમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે પોતાથી છે એમ કહ્યું છે. વિકારી પર્યાય પણ પોતાથી અને નિર્મળ પર્યાય પણ પોતાથી થાય છે. પરથી નહિ એમ પર્યાયને ત્યાં સ્વતંત્ર સિદ્ધ કરી છે. હવે અહીં જ્યાં ત્રિકાળી શુદ્ધ એક દ્રવ્યસ્વભાવ ઉપર દષ્ટિ કરવી છે ત્યાં વિકારી પરિણામનો કર્તા પુદ્ગલ છે, જીવ તેનો કર્તા નથી એમ કહ્યું છે અહો! જન્મમરણને મટાડનારો વીતરાગ પરમેશ્વરનો માર્ગ અભુત અલૌકિક છે. ભાઈ! ખૂબ શાન્તિથી એકવાર તું સાંભળ.
કહે છે કે-ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપકભાવ હોવાથી જેમ કર્તાકર્મપણું છે તેમ વિકારી પરિણામને અને પુદ્ગલને વ્યાપ્યવ્યાપકભાવ હોવાથી કર્તાકર્મપણું છે. અહાહા...! શરીરાદિ અવસ્થા અને અંદર થતા પુણ્ય-પાપના ભાવની અવસ્થા તે બધાને અહીં પુદગલનાં કાર્ય કહ્યા છે. કેમકે નિજ ચૈતન્યસ્વભાવને જ્યાં રાગથી ભિન્ન જાણ્યો-અનુભવ્યો ત્યાં નિર્મળ પરિણામ જે થયું તે જીવનું વ્યાપ્ય અને જીવ તેમાં સ્વતંત્ર વ્યાપક છે. તે કાળે વિકારના જે પરિણામ થાય તે તો જીવથી ભિન્ન છે. તેનો વ્યાપક પુદ્ગલ છે અને તે વિકારી પરિણામ પુદગલનું વ્યાપ્ય કર્મ છે. વસ્તુ આત્મા વિકારમાં વ્યાપે એવો એનો સ્વભાવ (શક્તિ) જ કયાં છે? આ વાત સાંભળવા મળી ન હોય એટલે બિચારા કકળાટ કરે કે એકાન્ત છે, એકાન્ત છે, પણ ભાઈ ! આ સમ્યફ એકાન્ત છે. આ ગાથા ૭૫, ૭૬, ૭૭ બહુ ઊંચી છે.
અરે પ્રભુ ! આ તો તારો અંતરનો માર્ગ છે. સમજાય છે કાંઈ ? પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુલપરિણામનો કર્તા છે, અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી કર્મ છે. જે શુભાશુભ વિકારના પરિણામ છે એનો પુદ્ગલ સ્વતંત્ર વ્યાપક હોવાથી કર્તા છે. સ્વતંત્રપણે કરે તે કર્તા અને કર્તાનું ઈષ્ટ તે કર્મ. આ શરીર, મન, વાણી આદિ અવસ્થા તથા પુણ્યપાપના ભાવની અવસ્થા છે તેનો કર્તા પુદ્ગલ છે, આત્મા નહિ. શરીર આદિની અવસ્થા થાય તેમાં રાગ પણ વ્યાપક નથી. જે રાગાદિ ભાવ થાય તેમાં જડ પુગલ સ્વતંત્ર કર્તા થઈને પરની અપેક્ષા વિના પુદ્ગલપરિણામને કરે છે.
ભાઈ ! અનંત જન્મ-મરણનાં દુઃખનો અંત લાવવાની આ વાત છે. સુંદર રૂપાળું શરીર હોય, પાંચ-પચાસ લાખની સંપત્તિ હોય એટલે રાજી-રાજી થાય. પણ ભાઈ ! એમાં ધૂળે ય રાજી થવા જેવું નથી. દુનિયાને બારની મીઠાશ છે એટલે કે શરીર, ઇન્દ્રિયો અને વિષયોમાં સુખબુદ્ધિ છે, આત્મબુદ્ધિ છે; પણ એને મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વમાં અજ્ઞાની તણાઈ ગયો છે. અહીં જ્ઞાનીને મિથ્યાત્વના પરિણામ નથી, સાથે જ્ઞાન પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૫ ]
[ ૧૦૧ સમ્યક છે. તેથી ચારિત્રમોહના જે પરિણામ થાય છે તે બધા પુદ્ગલના પરિણામ છે એમ તે જાણે છે. પુદ્ગલ સ્વતંત્રપણે તેમાં વ્યાપીને તેનો કર્તા છે, જીવ તેનો કર્તા નથી. જુદી ચીજનો કર્તા જુદી ચીજ છે. વિકાર આત્માથી જુદી ચીજ છે તો તેનો કર્તા પણ જ્ઞાયકથી ભિન્ન પુદ્ગલ છે. આવી વાત છે.
હવે કહે છે-“તેથી પુદ્ગલ દ્રવ્ય વડે કર્તા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મનો કર્મરૂપ પુદ્ગલપરિણામ તેને જે આત્મા, પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાયવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, પરમાર્થે કરતો નથી. પરંતુ (માત્ર) પુદ્ગલપરિણામના જ્ઞાનને (આત્માના) કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે, તે આત્મા (કર્મનોકર્મથી) અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે.”
જુઓ! ઘડો અને કુંભાર એ બેને વ્યાયવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણું નથી. તેમ આત્માને અને વિકારી પરિણામને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે માટે કર્તાકર્મપણું નથી. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પરિણામનો આત્મા કર્તા નથી. પરની દયા પાળવી એમ પરના કાર્યનો તો આત્મા કર્તા નથી પણ પરની દયા પાળવાનો જે વિકલ્પ ઊઠ્યો તેનોય એ કર્તા નથી.
પ્રશ્ન:- “રયાવરું ઘH' ધર્મ તો દયા પ્રધાન છે એમ શાસ્ત્રોમાં આવે છે ને?
ઉત્તર:- હા, પણ દયા કોને કહેવી એની લોકોને ખબર નથી. રાગની ઉત્પત્તિનો અભાવ તેનું નામ દયા છે, તેનું નામ અહિંસા છે. આત્મા શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ છે. તેના આશ્રયે, તેમાં સ્થિર થતાં વીતરાગી પર્યાયની ઉત્પત્તિ થવી તેને દયાધર્મ કહે છે.
અહીં કહે છે કે જેમ કુંભાર અને ઘટને કર્તાકર્મની અસિદ્ધિ છે તેમ આત્મા અને પુદ્ગલપરિણામ જે વિકારી કર્મ એ બેને કર્તાકર્મપણું નથી. જેમ ઘટનો કર્તા કુંભાર નથી તેમ વિકારી પરિણામનો કર્તા આત્મા નથી. અહાહા...! ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવી અખંડ એકરૂપ વસ્તુ છે એવી જ્યાં દષ્ટિ થઈ અને એમાં અંતર્લીન થયો ત્યાં વિકારી પરિણામનો આત્મા કર્તા થતો નથી. કેમકે વસ્તુ સ્વભાવે નિર્વિકાર, નિર્મળ છે અને પર્યાયમાં જે વિકાર છે તેને પુદ્ગલમાં નાખી દીધો. દ્રવ્યના સ્વભાવની દષ્ટિ કરી રાગ સાથે કર્તાકર્મપણું સમાપ્ત કરી દીધું.
હવે માત્ર પુદ્ગલપરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે. રાગ થાય તેનું જે જ્ઞાન થાય તે જ્ઞાન તો પોતાનું છે, સ્વનું છે. રાગ સંબંધીનું જ્ઞાન તે આત્માનો
સ્વપરપ્રકાશક સ્વભાવ હેવાથી આત્માનું કર્મ છે અને તે જ્ઞાનપરિણામનો આત્મા ર્તા છે. અહીં...! રાગ સંબંધીનું જે જ્ઞાન તે જ્ઞાનને પોતાના કર્મપણે કરતો તે આત્માને જાણે છે, રાગને જાણે છે એમ નહિ. આ અલૌકિક વાત છે, ભાઈ ! અત્યારે તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ ઘણી ગડબડ થઈ ગઈ છે. પુદ્ગલપરિણામનું જ્ઞાન એટલે કે જે કાળે જે પ્રકારના રાગાદિ પરિણામ થાય તે કાળે, તેનું જ્ઞાન થવાની પોતાની લાયકાત હોવાથી, તે રાગાદિને જાણે છે. રાગાદિ થયા છે માટે જ્ઞાન તેને જાણે છે એમ નથી. પણ જે તે કાળે સ્વપરને જાણવાની દશા પોતાને પોતાથી થઈ છે. એ જ્ઞાનના પરિણામ જીવનું પોતાનું કર્મ છે અને જીવ તેનો સ્વતંત્રપણે કર્તા છે. અહો ! અદ્ભુત વાત અને કોઈ અદ્દભુત શૈલી છે ! તારી સમજમાં તો લે કે માર્ગ આ જ છે, ભાઈ !
ભાઈ ! આ તો ધીરાનાં કામ છે. જેની નજર સ્વભાવ ઉપર ગઈ છે, જેની નજરમાં નિજ ચૈતન્ય ભગવાન તરવરે છે એને જે રાગ થાય તેનું તેને જ્ઞાન થાય, એ જ્ઞાનનો તે કર્તા છે, રાગનો નહિ. પુદ્ગલપરિણામ એટલે કે જે જે પ્રકારનો દયા આદિ જે ભાવ થયો તે સંબંધી તેનું જ્ઞાન થયું. તે કાળે તે જ્ઞાનની દશાનો સ્વકાળ જ એવો છે કે સ્વને જાણતાં તે દયા આદિ જે ભાવ છે તેને પણ જાણતું જ્ઞાન થાય છે. તે જ્ઞાનપરિણામનો આત્મા ર્તા છે અને જ્ઞાનપરિણામ આત્માનું કર્મ છે. પુદ્ગલપરિણામને જાણતું જ્ઞાન તે પુદ્ગલપરિણામનું જ્ઞાન નથી. જેવા પ્રકારે પુદ્ગલપરિણામ છે તે જ પ્રકારનું આત્માનું જ્ઞાન પોતાથી થાય છે તેને અહીં પુદ્ગલપરિણામનું જ્ઞાન કહ્યું છે.
ભાઈ ! આ તો એકાંત છે, નિશ્ચય છે એમ કહીને આ અલૌકિક માર્ગની ઉપેક્ષા કરવા જેવી નથી હો. વ્યવહાર કરતાં કરતાં પણ મોક્ષ થાય અને નિશ્ચય કરતાં કરતાં પણ મોક્ષ થાય એમ જે રીતે વસ્તુનું સ્વરૂપ નથી તે રીતે નિરૂપણ કરીશ તો દુનિયા ભલે રાજી થશે, પણ ભાઈ ! તેમાં તારો આત્મા રાજી નહિ થાય, તારો આત્મા નહિ રીઝે. તેને પોતાને તો મોટું (મિથ્યાત્વનું ) નુકશાન જ થશે. (અને દુનિયા તો નુકશાનમાં પહેલેથી છે જ). તું વ્યવહારને પરંપરા કારણ માને છે પણ વ્યવહાર તો કારણ જ નથી. જેને અહીં પુદ્ગલપરિણામ કહ્યો છે તે વ્યવહાર પરંપરા મોક્ષનું કારણ કેમ હોય? ન જ હોય. જ્ઞાનીને રાગથી ભિન્ન આત્માનું સ્વસંવેદનશાન થયું છે. તેને શુભભાવમાં અશુભ ટળ્યો છે. તે આગળ વધીને સ્વભાવનો ઉગ્ર આશ્રય લઈને રાગને ટાળશે. આ અપેક્ષાએ જ્ઞાનીના શુભભાવને વ્યવહારથી પરંપરા કારણ કહ્યું છે. નિમિત્ત દેખીને એમ કહ્યું છે, પણ સ્વભાવનો ઉગ્ર આશ્રય કરી તેનો પણ અભાવ કરશે ત્યારે મોક્ષ થશે.
પોતાનું કાર્ય પોતાથી થાય. રાગ પર છે. તે રાગનું જ્ઞાન થાય છે તે જ્ઞાન આત્માનું કાર્ય છે, આત્મા તે જ્ઞાનનો ર્તા છે. રાગનું જ્ઞાન થાય છે તથાપિ જ્ઞાનમાં રાગનો અભાવ છે. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ. આવો કર્તા-કર્મ અધિકાર દિગંબર સિવાય બીજે ક્યાંય નથી. રાગનો કર્તા જે પોતાને માને છે તે અજ્ઞાની વિકારીભાવની ચક્કીમાં પડ્યો છે. તે દુ:ખથી પીડાય છે, અતિશય પીડાય છે. વસ્તુસ્થિતિ જ આવી છે. અહીં કહે છે-કુંભાર અને ઘટની જેમ આત્મા અને પુદ્ગલપરિણામને (રાગાદિને) કર્તાકર્મપણાનો અભાવ છે. તેથી સ્વભાવના અવલંબને પરિણમેલો છે જે જીવ તે પુદ્ગલપરિણામના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૫ ]
[ ૧૦૩ ( રાગાદિના) જ્ઞાનને આત્માના કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે અને તે કર્મનોકર્મથી અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે. અહીં..! જ્ઞાતાદખાના ભાવને કાર્યપણે કરતો તે પોતાના આત્માને જાણે છે, રાગને જાણે છે એમ ન કહ્યું. રાગ સંબંધીનું તે કાળે પોતામાં પોતાના સામર્થ્યથી થયેલું જે જ્ઞાન તે જ્ઞાનને તે (સાક્ષીપણે) જાણે છે. આવી વાત છે. પોતાના સામર્થ્યથી થયેલું જે જ્ઞાન તે જ્ઞાન પોતાના સ્વરૂપમાં તન્મય રહી સાક્ષી ભાવે રહે છે. બધાનો જાણનાર માત્ર સાક્ષી ભાવ રહે છે.
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરના મારગડા બહુ જુદા છે, બાપુ! ભગવાન આત્મામાં અનંત શક્તિઓ છે. તે સર્વ શક્તિઓ અત્યંત નિર્મળ છે. ૪૭ શક્તિઓનું જ્યાં નિરૂપણ છે ત્યાં ક્રમરૂપ, અક્રમરૂપ પ્રવર્તતા અનંત ધર્મોની વાત કરી છે. ત્યાં અનંત શક્તિઓ નિર્મળપણે ઉછળે છે એમ કહ્યું છે. ત્યાં વિકારની વાત જ કરી નથી, કેમકે વિકાર પરિણતિ તે જીવની શક્તિની પર્યાય જ નથી. ૪૭ શક્તિના વર્ણનમાં દ્રવ્ય શુદ્ધ, શક્તિ શુદ્ધ અને એની દષ્ટિ થતાં જે પરિણમન થયું તે પણ શુદ્ધ જ હોય એમ વાત લીધી છે. અશુદ્ધતાની ત્યાં વાત જ લીધી નથી.
આ પ્રમાણે અનંત શક્તિઓનો પિંડ પ્રભુ ચિન્માત્ર નિજ આત્માને જાણે છે તે રાગાદિથી અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે. તેને જ્ઞાની અને ધર્મી કહે છે. હવે પુદગલપરિણામનું જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવે છે:- જે કાંઈ રાગાદિ ભાવ-પુણ્યના ભાવ થાય છે તેનું જ્ઞાન આત્મામાં થાય તે જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે તે વિશેષ સ્પષ્ટ કરે છે. જ્ઞાન એનું પોતાનું કાર્ય છે. રાગનું જ્ઞાન થયું માટે રાગ એનું કાર્ય છે એમ નથી. તેમ રાગનું જ્ઞાન થયું તે જ્ઞાન રાગનું કાર્ય છે એમ પણ નથી. રાગ છે એમ જાણ્યું ત્યાં જાણવાની જે જ્ઞાનની પર્યાય થઈ તે રાગનું કાર્ય નથી; તેમ જાણવાની પર્યાયમાં રાગ જણાય છે માટે રાગ તે જ્ઞાનનું કાર્ય છે એમ નથી. ભાઈ ! આ સમજવું પડશે હો. આ શરીરાદિ બધું વિંખાઈ જશે. આ જીવનમાં જો નિર્ણય ન કર્યો તો શું કર્યું? પછી ક્યાં એને જવું? ભાઈ ! સૌ પ્રથમ કરવાનું આ જ છે.
બારના પદાર્થની મીઠાશ લક્ષમાંથી છોડી દે શુભરાગની મીઠાશ પણ છોડી દે. ત્યારે અંદરથી આનંદની મીઠાશ આવશે. રાગને લક્ષમાંથી છોડી જ્ઞાનમાત્ર નિજ વસ્તુને અધિકપણે લક્ષમાં લે. પરથી ભિન્ન તે ચૈતન્ય ભગવાન અધિક છે. તે અધિક અધિકપણે ન ભાસે અને બીજી ચીજ અધિકપણે ભાસે તે સંસાર છે, ચાર ગતિની રઝળપટ્ટી છે, દુઃખ છે.
પરમાર્થે પુગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે અને જેમ ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્દભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ આત્મપરિણામને અને આત્માને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્દભાવ હોવાથી કર્તાકર્મપણું છે.'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ–કુંભારની જેમ વ્યાપ્યવ્યાપભાવનો અભાવ છે. આત્માને રાગનું જ્ઞાન પોતામાં રહીને સ્વપરપ્રકાશકપણે થયું એવું જે પુદ્ગલપરિણામનું જ્ઞાન અને પુદ્ગલ કહેતાં રાગ–એ બેને વ્યાયવ્યાપકપણું નથી. રાગ વ્યાપક અને રાગનું જ્ઞાન તે વ્યાપ્ય એમ નથી. તેથી રાગ અને જ્ઞાનને ર્ડાક્મપણાની અસિદ્ધિ છે. પુદ્ગલપરિણામ જે રાગ તે કર્તા અને જ્ઞાનપરિણામ તેનું કર્મ એમ નથી.
વળી આત્મપરિણામને અને આત્માને ઘડા અને માટીની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્દભાવ હોવાથી કર્તાકર્મપણું છે. અહાહા...! પોતાને જાણતાં રાગ સંબંધી જે જ્ઞાન થયું તે જ્ઞાન વ્યાપ્ય છે અને આત્મા વ્યાપક છે. જ્ઞાન તે આત્માનું કર્મ છે અને આત્મા તેનો કર્તા છે. આત્માના પરિણામ એટલે જ્ઞાતાદષ્ટાના વીતરાગી નિર્મળ પરિણામ અને આત્મા એ બેને વ્યાપ્યવ્યાપકપણું છે તેથી ત્યાં કર્તાકર્મપણું સિદ્ધ થાય છે. આત્મા કર્તા અને દયા, દાન આદિ વિકલ્પનું જે જ્ઞાન થયું તે જ્ઞાન આત્માનું કર્મ છે. પરંતુ રાગ કર્તા અને જ્ઞાન એનું (રાગનું ) કર્મ-એમ નથી. અહો ! ગાથા ખૂબ ગંભીર છે! આત્મા (જ્ઞાન) કર્તા અને રાગ એનું કાર્ય એમ નથી અને રાગ કર્તા અને (રાગનું) જ્ઞાન એનું કાર્ય એમેય નથી.
ભાઈ ! આ ગાથા મહાન છે! આત્માના પરિણામ અને આત્માને કર્તાકર્મપણું છે. લક્ષમાં લેવા આ ધીમે ધીમે કહેવાય છે. ‘ આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મ-પરિણામનો એટલે કે પુદ્દગલપરિણામના જ્ઞાનનો કર્તા છે અને પુદ્દગલપરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી (વ્યાખરૂપ થતું હોવાથી) કર્મ છે.' જુઓ! આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક છે. જે જાતનો રાગ છે તે જાતનું જ્ઞાન થયું ત્યાં આત્મા સ્વતંત્ર વ્યાપક છે. રાગ છે માટે રાગનું જ્ઞાન થયું એમ નથી. આત્મા સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્દગલપરિણામના જ્ઞાનનો કર્તા છે. અહીંયાં જ્ઞાનના પરિણામમાં જે રાગ જણાયો તે જ્ઞાનના પરિણામમાં આત્મા સ્વતંત્ર વ્યાપક છે. અહા! દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક થઈને રાગનું જ્ઞાન કરે છે. આત્મા વ્યાપક અને જ્ઞાન એનું કર્મ સ્વતંત્ર છે.
પ્રશ્ન:- આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક છે એટલે શું? રાગનું જ્ઞાન છે એટલીય અપેક્ષા છે કે
નહિ ?
ઉત્ત૨:- આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક છે એટલે તે કાળે જે રાગને જાણવાના જ્ઞાનના પરિણામ થયા તે જ્ઞાનપરિણામ એનું વ્યાપ્ય કર્મ છે અને આત્મા સ્વતંત્રપણે તેનો ર્તા છે. રાગનું કે વ્યવહારનું જ્ઞાન થયું માટે જ્ઞાન થવામાં એટલી પરતંત્રતા કે રાગ કે વ્યવહારની અપેક્ષા છે એમ છે જ નહિ. એ તો આત્મા સ્વતંત્રપણે કર્તા થઈને જ્ઞાનરૂપે સ્વયં પરિણમે છે. જ્ઞાનનો સ્વપ૨પ્રકાશક સ્વભાવ છે. એ સ્વભાવના કારણે તે સ્વને અને પરને જાણતો પરિણમે છે. રાગ છે માટે પરપ્રકાશક જ્ઞાન થયું એમ છે જ નહિ. સમયસારની વાત બહુ સૂક્ષ્મ છે, પણ શાસ્ત્રમાં જે છે એ વાત કહેવાય છે. લોકો બિચારા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૫ ]
[ ૧૦૫ સ્થૂળબુદ્ધિને લીધે અંતરનું કામ કેમ કરવું એની ખબર ન હોય એટલે આ તો નિશ્ચયનો માર્ગ, નિશ્ચયનો માર્ગ!—એમ પોકારે. પણ નિશ્ચય એટલે સત્ય, નિશ્ચય એટલે યથાર્થ, અનુપચાર વાસ્તવિક. ભાઈ ! દુનિયા માને ન માને તેની સાથે સત્યને સંબંધ નથી. સત્યને સંખ્યા સાથે શું સંબંધ છે?
ભગવાન આત્મા સ્વપરપ્રકાશક જ્ઞાનશક્તિનો પિંડ છે. તે પોતે કર્તા થઈને સ્વપરને પ્રકાશે છે. પરને પ્રકાશવામાં એને પરની અપેક્ષા નથી. રાગ પરિણામ, વ્યવહારના પરિણામ થયા માટે એનું જ્ઞાન થયું એટલી અપેક્ષા જ્ઞાનના પરિણામને નથી. અહાહા..આત્મા સ્વતંત્રપણે કર્તા થઈને જ્ઞાનપરિણામરૂપ કાર્ય કરે છે. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ ! વ્યવહાર છે માટે નિશ્ચય છે એમ નહિ તથા વ્યવહાર છે માટે એને લઈને એનું જ્ઞાન થાય છે એમ પણ નહિ.
લોકોએ બીજી રીતે માન્યું છે. વ્યવહારના આશ્રય વડે, નિમિત્તના આશ્રય વડે કલ્યાણ થશે એમ લોકોએ માન્યું છે. પણ તે યથાર્થ નથી. વ્યવહારનું અને નિમિત્તનું પોતે સ્વતંત્રપણે કર્તા થઈને જ્ઞાન કરે છે અને તે જ્ઞાન એનું કર્મ છે. ભાઈ ! સ્વતંત્રપણે કરે તેને કર્તા કહીએ. શું લોકાલોક છે માટે લોકાલોકનું જ્ઞાન થાય છે? ભાઈ ! એમ નથી. લોકાલોકને જાણવાનું જ્ઞાન સ્વતંત્ર પોતાથી થાય છે. લોકાલોક છે માટે તેને જાણવાનું કાર્ય જ્ઞાનમાં થાય છે એમ છે જ નહિ. ભગવાન આત્મા સહજ જ્ઞાનસ્વભાવ છે. માટે જ્ઞાતાના પરિણામનું કાર્ય પોતાથી થાય છે. પુગલપરિણામનું જ્ઞાન વ્યાપક આત્મા વડે સ્વયં વ્યાપ્યરૂપ થતું હોવાથી આત્માનું સ્વતંત્ર કર્મ છે. આવી વાત છે.
આ પરની દયા પાળવી એ તો આત્માનું કાર્ય નહિ અને પરની દયા પાળવાનો વ્યવહારનો જે રાગ થાય તે પણ આત્માનું કાર્ય નહિ. ખરેખર તો વ્યવહારનો જે રાગ છે તે જ કાળે જ્ઞાનની પર્યાય પોતાને જાણતી પોતાથી પરિણમે છે. રાગ હો, દેહની સ્થિતિ હો; પણ એ બધું પરમાં જાય છે. જે કાળે જે પ્રકારનો રાગ થયો, જે પ્રકારે દેહની સ્થિતિ થઈ તે કાળે તે જ પ્રકારે જાણવાની જ્ઞાનની પર્યાય સ્વતંત્ર પોતાથી થાય છે. અહો ! આચાર્ય અમૃતચંદ્રદેવે ગજબ ટીકા કરી છે!
બારમી ગાથામાં કહ્યું છે ને કે વ્યવહારનય તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. અહાહા....! જેને અખંડ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માનું ભાન થયું છે, ત્રિકાળી ધ્રુવનો આશ્રય થયો છે તેને પર્યાયમાં કંઈક અપૂર્ણતા છે, અશુદ્ધતા છે. આ અપૂર્ણતા અને અશુદ્ધતા તે કાળે જાણેલાં પ્રયોજનવાન છે. તે કાળે જે વ્યવહારનો રાગ છે તે જાણેલો પ્રયોજનવાન છે. અહીં પણ સ્પષ્ટ કહે છે કે વ્યવહારનો જે રાગ છે તેને તે કાળે પોતે પોતાથી સ્વતંત્રપણે જાણે છે. રાગનું, વ્યવહારનું અને દેહનું જે જ્ઞાન થયું તે જ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ ].
| [ પ્રવચન રત્નાકર ભાગ-૪ આત્માનું કર્મ છે. અહાહા...! વસ્તુ જ્ઞાનસ્વભાવી છે તે જાણવા સિવાય બીજું શું કરે? જે સ્વભાવથી જ પ્રજ્ઞાબ્રહ્મ, ચૈતન્યબ્રહ્મ છે તે આત્મા શું પુદ્ગલપરિણામનું કાર્ય કરે ? ન જ કરે.
આ ગાથા જૈનદર્શનનો મર્મ છે. કહે છે કે પુગલપરિણામનું જ્ઞાન તે વ્યાપક આત્મા વડે, કર્તા વડે સ્વયં વ્યપાતું હોવાથી આત્માનું કર્મ છે, કાર્ય છે. અહાહા....! ભગવાન આત્મા ચૈતન્યપ્રકાશની મૂર્તિ, ચૈતન્યના નૂરનું પૂર પ્રભુ છે. તે જેણે દૃષ્ટિમાં લીધો તેને સ્વપરપ્રકાશક જ્ઞાન પ્રગટ થયું. તે જ્ઞાનમાં રાગ, વ્યવહાર, કર્મનોકર્મ ઇત્યાદિનું યથા અવસરે જ્ઞાન થયું તે પોતાથી થયું છે. તે જ્ઞાનનો આત્મા કર્તા છે અને તે જ્ઞાન સ્વયં આત્મા વડે વ્યપાતું હોવાથી તે આત્માનું કાર્ય છે. અરે! લોકો તો દયા પાળવી, ભગવાનની ભક્તિ કરવી, શાસ્ત્રસ્વાધ્યાય કરવું ઇત્યાદિને ધર્મ કહે છે પણ એ તો સઘળી બહારની વાતો છે. જ્ઞાની તો એ સર્વને (સાક્ષીપણે) માત્ર જાણે છે. અને તે વ્યવહારને જાણનારું જે જ્ઞાન તે જ્ઞાતાનું પોતાનું કર્મ છે. લોકોને એકલો નિશ્ચય, નિશ્ચય એમ લાગે પણ નિશ્ચય જ ભવસાગરમાંથી નીકળવાનો પંથ છે.
આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ ત્રિકાળ સત્ય છે. એ ત્રિકાળી સતના આશ્રયે જે સ્વપરપ્રકાશક જ્ઞાન પ્રગટ થયું તે પરને પણ સ્વતંત્રપણે પ્રકાશે છે. અને જાણતો તે તે કાળે રાગની દશાને પોતાના જ્ઞાનમાં સ્વતંત્રપણે જાણે છે. ટીકામાં છે કે પુદ્ગલપરિણામના જ્ઞાનને કરતો તે પોતાના આત્માને જાણે છે. રાગને જાણે છે, દેહાદિને જાણે છે એમેય નહિ, તે કાળે આત્માને જાણે છે એમ લીધું છે. સ્વપરપ્રકાશકપણે પરિણમ્યો તેણે આત્માને જાણ્યો છે એમ વાત છે. સત્ય તો આ છે, ભાઈ. વાદવિવાદ કરવાથી કાંઈ સત્ય બીજી રીતે નહિ થાય.
હવે કહે છે-“વળી આ રીતે (જ્ઞાતા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે તેથી) એમ પણ નથી કે પુદ્ગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે; કારણ કે પુગલને અને આત્માને શેયજ્ઞાયકસંબંધનો વ્યવહારમાત્ર હોવા છતાં પણ પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે. (માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે ).'
જુઓ! આત્મા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે તેથી પુદ્ગલપરિણામ એટલે કે દયા, દાન, વ્રત આદિના પરિણામ આત્માનું વ્યાપ્ય કર્મ છે એમ નથી. પહેલાં તો રાગને પુદગલપરિણામ કહ્યા અને હવે અહીં રાગને પુદ્ગલ કહ્યો. દયા, દાન ઇત્યાદિ ભાવ પુદ્ગલ છે એમ કહ્યું. પુદ્ગલ અને આત્મા ભિન્ન દ્રવ્યો છે. આત્મા અને દયા, દાન આદિ પરિણામ ભિન્ન છે એમ અહીં કહ્યું છે. પરની દયા પાળે, જાત્રા કરે, ભક્તિ કરે તો ધર્મ થાય એ વાત અહીં રહેતી નથી. ભગવાન આત્મા નિર્મળાનંદનો નાથ ચૈતન્યઘન પ્રભુ છે તેમાં આરૂઢ થાય તે જ સાચી દયા, સાચી જાત્રા અને સાચી ભક્તિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૫ ]
છે, અને તે ધર્મ છે. ભગવાન આત્મા પોતે તીર્થસ્વરૂપ છે. તેમાં આરૂઢ થવું તે જાત્રા છે.
પુદ્દગલને અને આત્માને શેયજ્ઞાયકસંબંધનો વ્યવહાર માત્ર છે. એટલે કે રાગ જ્ઞેય છે અને આત્મા જ્ઞાયક જાણનાર છે. આ વ્યવહા૨૨ત્નત્રય ઇત્યાદિ જે વિકલ્પ છે તે પુદગલ છે. તે ૫૨જ્ઞેય છે અને આત્મા તેનો જાણનાર જ્ઞાયક છે. રાગના પરિણામ જે પુદ્દગલ છે તેનું જ્ઞાન તો પોતાના ઉપાદાનથી થયું છે, રાગના પરિણામ તો તેમાં નિમિત્ત છે. જ્ઞાનમાં રાગ નિમિત્ત છે એવું જે જ્ઞાન થયું તે જ્ઞાતાનું વ્યાપ્ય કર્મ છે. રાગ જ્ઞાનમાં નિમિત્ત છે માટે રાગ જ્ઞાતાનું વ્યાપ્ય કાર્ય છે એમ નથી. અહો ! ગાથા શું અલૌકિક છે! માનો બાર અંગનો સાર ભરી દીધો
[ ૧૦૭
દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ રાગનું જ્ઞાન થવામાં જ્ઞાન પોતે ઉપાદાન છે અને દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ ભાવ જ્ઞાનમાં નિમિત્ત છે. નિમિત્ત છે એટલે બીજી ચીજ છે બસ એટલું જ. તે વખતે જ્ઞાન પોતાથી ઉત્પન્ન થયું ત્યારે તે તે રાગને નિમિત્ત કહેવામાં આવે છે. ખરેખર તે નિમિત્ત છે માટે જ્ઞાન થયું છે એમ નથી. નિમિત્તનું રાગનું જ્ઞાન કહ્યું માટે નિમિત્તરાગ કારણ અને જ્ઞાન એનું કાર્ય એમ અર્થ નથી. સ્વપરપ્રકાશક જ્ઞાનની પરિણતિ સ્વતંત્રપણે જીવદ્રવ્યે કરી છે. એ જ્ઞાનપરિણતિ જીવનું કર્મ છે. અહાહા...! જેવું જેવું (રાગાદિ વિકલ્પો ) નિમિત્ત છે તેવું જ્ઞાન અહીં પોતાથી (નિજ ઉપાદાનથી ) સ્વતંત્રપણે થયું છે. તે જ્ઞાન જ શાયકનું-આત્માનું વ્યાપ્ય કર્મ છે. (રાગ આત્માનું વ્યાપ્ય નથી ). અહો! ગજબ વાત કરી છે! નિમિત્ત-ઉપાદાન અને નિશ્ચય-વ્યવહારના બધા ખુલાસા આવી જાય છે. વ્યવહારનું જે જ્ઞાન થયું એ જ્ઞાનમાં વ્યવહાર નિમિત્ત હોવા છતાં એ જ્ઞાતાનું વ્યાપ્ય નથી, જે જ્ઞાન થયું તે જ્ઞાન જ જ્ઞાતાનું વ્યાપ્ય છે. તત્ત્વદષ્ટિનો વિષય આવો સૂક્ષ્મ છે, ભાઈ !
આ મકાનાદિ અમે કરીએ એ માન્યતા તો મિથ્યાદર્શન છે. મકાન મકાનથી (થવા કાળે) થાય અને રાગ રાગથી થાય. રાગ થાય તે આત્માથી નહિ, અને રાગ છે માટે તેનું આત્મામાં જ્ઞાન થયું એમ પણ નહિ. જ્ઞાનમાં રાગ નિમિત્ત છે પણ નિમિત્તથી જ્ઞાન થયું છે એમ નથી. જ્ઞાનની પર્યાય સ્વતંત્ર પોતાથી થઈ ત્યારે આને (રાગને ) નિમિત્ત કહેવામાં આવે છે. ઉપાદાન પોતાના સ્વભાવે જ્યાં જાગ્રત થાય છે તે કાળે તે તે જ્ઞાનના પરિણામમાં તે તે રાગ નિમિત્ત હોવા છતાં તે રાગ આત્માનું વ્યાપ્ય નથી, જ્ઞાનના પરિણામ જ આત્માનું વ્યાપ્ય કર્મ છે. નિશ્ચયમોક્ષમાર્ગ જે છે તે આત્માનું વ્યાપ્ય છે. વ્યવહાર મોક્ષમાર્ગ છે તે નિમિત્ત છે. નિમિત્ત હોવા છતાં વ્યવહાર મોક્ષમાર્ગ આત્માનું વ્યાપ્ય છે એમ નથી. કેટલી સ્પષ્ટ વાત છે!
વ્યવહારનો રાગ આવે, પણ પુદ્દગલના પરિણામ છે. જ્ઞાનમાં, પોતાને જાણતાં એને જાણવાનો સ્વભાવ છે. પરંતુ એ જ્ઞાનના પરિણામ પોતાના શુદ્ધ ઉપાદાનથી થયા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ છે. એમાં વ્યવહારનું નિમિત્ત હોવા છતાં, જ્ઞયજ્ઞાયકસંબંધનો વ્યવહાર હોવા છતાં તે રાગ જ્ઞાતાનું વ્યાપ્ય નથી. વ્યવહાર શેય છે અને આત્મા જ્ઞાયક છે આટલો સંબંધ વ્યવહારમાત્ર હોવા છતાં તે રાગ આત્માનું કાર્ય-કર્મ નથી.
જુઓ! સામે હીરા હોય તો હીરાનું જ્ઞાન થાય, કોલસા હોય તો કોલસાનું જ્ઞાન થાય, રાગ હોય તો રાગનું જ્ઞાન થાય અને દ્વેષ હોય તો દૈષનું જ્ઞાન થાય. પણ આ બધું છે માટે અહીં તેનું જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન થયું તેમાં એ બધું નિમિત્ત છે, પણ એનાથી જ્ઞાન થયું એમ છે જ નહિ. આવી સત્ય વાત સાંભળવા મળે નહિ તે અરેરે ! સત્યપંથે કે દિ' જાય? જુઓને, કેટલી વાત કરી છે! આ સામે સમયસાર છે એનું જે જ્ઞાન થયું તે જ્ઞાન પોતાથી થયું છે. તે જ્ઞાનમાં સમયસાર નિમિત્ત છે છતાં તે (સમયસાર શાસ્ત્ર) આત્માનું વ્યાપ્ય કર્મ નથી. ભાઈ ! વસ્તુની સ્થિતિ જ આવી છે.
પ્રશ્ન:- આપ સમયસાર કેમ વાંચો છો? પદ્મપુરાણ કેમ નહિ? આટલો નિમિત્તનો ફેર છે કે નહિ?
ઉત્તર:- અરે ભગવાન! એમ વાત નથી. સમયસારના શબ્દો અને તેના વાંચનનો વિકલ્પ તે આત્મા વડે સ્વતંત્રપણે થતા જ્ઞાનમાં નિમિત્ત છે, પણ નિમિત્ત છે માટે અહીં એનું જ્ઞાન થયું છે એમ નથી. આત્માનું ભાન થતાં જે સ્વપરપ્રકાશક જ્ઞાનના પરિણામ થયા તેનો આત્મા પોતે સ્વતંત્ર વ્યાપક થઈને કર્તા છે. ભાઈ ! ભાવ તો સૂક્ષ્મ છે, પણ ભાષા સાદી છે; સમજે તો સમજાય એમ છે, પ્રભુ!
જેને સ્વભાવની દષ્ટિ થઈ છે તે જ્ઞાનીને હેયબુદ્ધિએ (સ્વાધ્યાય આદિ) વ્યવહારના જે વિકલ્પ ઊઠે તે વિકલ્પ તેના જ્ઞાનનું ઝેય છે અને આત્મા જ્ઞાયક છે. આવો શેય-જ્ઞાયકનો સંબંધ વ્યવહારમાત્ર હોવા છતાં તે (સ્વાધ્યાય આદિ) પરય આત્માનું વ્યાપ્ય નથી, અર્થાત્ તે જ્ઞાનીનું કાર્ય નથી. તેને પ્રગટ થયેલું સ્વપરપ્રકાશક જ્ઞાન જ જ્ઞાતાનું વ્યાપ્ય કર્મ છે.
આત્મા પોતાના સ્વભાવની દષ્ટિરૂપે પરિણમતાં તેની જ્ઞાનની પર્યાયમાં વ્યવહારનો વિકલ્પ નિમિત્ત હોવા છતાં જ્ઞાનનું પરિણમન તે નિમિત્તથી થયું નથી, પણ જ્ઞાતાથી જ
સ્વતંત્રપણે થયેલું છે. તથા તે નિમિત્ત જ્ઞાતાનું વ્યાપ્ય કર્મ નથી પણ જ્ઞાન જ જ્ઞાતાનું વ્યાપ્ય કર્મ છે. પોતાના સ્વભાવના શુદ્ધ ઉપાદાનથી તે જ્ઞાનનું કાર્ય થયું છે.
પ્રશ્ન:- નિમિત્ત અને ઉપાદાન એમ કાર્ય પ્રતિ બે કારણ હોય છે ને?
ઉત્તર:- નિમિત્ત અને ઉપાદાન એમ બે કારણોથી કાર્ય થાય એ વાતનો અહીં નિષેધ છે. બે કારણ કહ્યાં છે એ તો કથનમાત્ર છે. કાર્યના કાળે નિમિત્ત કોણ છે એમ બીજી ચીજની ઉપસ્થિતિનું જ્ઞાન કરાવવા ત્યાં બે કારણ કહ્યાં છે. વાસ્તવિક કારણ તો એક ઉપાદાન જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૫ ]
[ ૧૯ જુઓ! નિમિત્ત મેળવી શકાતું નથી એક વાત; નિમિત્ત હોય છે તે કાર્યને નીપજાવતું નથી બીજી વાત; નિમિત્તનું તે કાળે જે જ્ઞાન થાય છે તે જ્ઞાનમાં તે નિમિત્ત હોવા છતાં નિમિત્ત તે આત્માનું કાર્ય નથી અને જે જ્ઞાન થયું તે નિમિત્તનું કાર્ય નથી. અહો ! આવું વસ્તુતત્ત્વ બતાવીને આચાર્ય અમૃતચંદ્રદેવે એકલાં અમૃત રેડ્યાં છે!
આચાર્ય અમૃતચંદ્રદેવ છેલ્લે એમ કહે છે કે આ શાસ્ત્ર (ટીકા) અમે બનાવ્યું છે એમ નથી. ટીકા કરવાનો જે રાગ થયો તે અમારું કાર્ય નથી. રાગનું જે જ્ઞાન થયું તે જ્ઞાન રાગનું કાર્ય નથી. રાગ સંબંધી જે જ્ઞાન થયું તે જ્ઞાન જ્ઞાયક આત્માનું કાર્ય છે. તેમાં રાગ નિમિત્ત હો, પણ તે નિમિત્ત રાગ જ્ઞાતાનું વ્યાપ્ય નથી. ભગવાન આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપી વસ્તુ છે. તે પોતે પોતાના સામર્થ્યથી પોતાને કારણે પોતાનું (સ્વનું અને રાગનું પરનું) જ્ઞાન કરે છે; નિમિત્તના કારણે જ્ઞાન કરે છે એમ છે જ નહિ.
પ્રશ્ન:- આ સામે લાકડું છે તો લાકડાનું જ્ઞાન થાય છે ને?
ઉત્તર:- ના, એમ નથી. જ્ઞાન સ્વતંત્ર તે કાળે પોતાથી થયું છે. આત્મા સ્વપરપ્રકાશક જ્ઞાનપણે સ્વતંત્ર પરિણમે છે. તે જ્ઞાન આત્માનું કાર્ય છે. અન્ય નિમિત્ત હો ભલે, પણ તે નિમિત્ત આત્માનું કાર્ય નથી. જ્ઞાન જ આત્માનું કાર્ય છે; વ્યવહાર-રત્નત્રયનો રાગ આત્માનું વ્યાપ્ય કર્મ નથી. આવો વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે.
હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
* કળશ ૪૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * “વ્યાયવ્યાપવછતા તાત્મનિ ભવેત' વ્યાયવ્યાપકપણે તસ્વરૂપમાં જ હોય, અતાનિ જે ન થવ' અતસ્વરૂપમાં ન જ હોય, અને ‘વ્યાપ્યવ્યાપમાવસંવમ્ તે' વ્યાપ્યવ્યાપકભાવના સંભવ વિના ‘રૃસ્થિતિ: T' કર્તાકર્મની સ્થિતિ કેવી? અર્થાત્ કર્તાકર્મની સ્થિતિ ન જ હોય.
જાઓ! વસ્તુના સ્વભાવમાં સ્વભાવ તે ત્રિકાળ વ્યાપક છે અને એની પર્યાય તે વ્યાપ્ય છે. આવું વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં જ હોય છે, અતસ્વરૂપમાં નહિ. રાગ અને શરીરાદિ પર વસ્તુ તે તસ્વરૂપ નથી. અહાહા..! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યનવસ્તુ પ્રભુ જ્ઞાનનો પિંડ છે. એનો વ્યાપ્યવ્યાપકભાવ તસ્વરૂપમાં જ હોય છે એમ અહીં કહે છે. એટલે પોતે વ્યાપક અને એની નિર્મળ નિર્વિકારી દશા એ એનું વ્યાપ્ય છે, પણ પોતે વ્યાપક અને રાગાદિ પરવસ્તુ એનું વ્યાપ્ય એમ છે જ નહિ; કેમકે અતસ્વરૂપમાં આત્માનું વ્યાપ્યવ્યાપકપણું સંભવિત જ નથી. ભાઈ ! આ તો સર્વજ્ઞ પરમાત્મા અરિહંતદેવની કહેલી મૂળ વાત છે. વ્યાપક એટલે કર્તા અને વ્યાપ્ય એટલે કર્મ-કાર્ય તસ્વરૂપમાં જ હોય છે. ખરેખર તો આત્મા વ્યાપક અને નિર્મળ પર્યાય એનું વ્યાય-એ પણ ઉપચાર છે. કળશટીકામાં આ કળશના અર્થમાં નીચે પ્રમાણે કહ્યું છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ વ્યાપક અર્થાત્ દ્રવ્ય-પરિણામી પોતાના પરિણામનો કર્તા હોય છે; વ્યાપ્ય અર્થાત્ તે પરિણામ દ્રવ્ય કર્યા. જેમાં (એક સત્ત્વમાં) આવો ભેદ કરવામાં આવે તો થાય છે, ન કરવામાં આવે તો નથી થતો. જીવસત્ત્વથી પુગલદ્રવ્યનું સત્ત્વ ભિન્ન છે, નિશ્ચયથી વ્યાપ્યવ્યાપકતા નથી. ભાવાર્થ એમ છે કે જેમ ઉપચારમાત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કર્યા છે, તે જ પરિણામ દ્રવ્યથી કરાયેલો છે તેમ અન્યદ્રવ્યનો કર્તા અન્યદ્રવ્ય ઉપચારમાત્રથી પણ નથી, કારણ કે એક સત્ત્વ નથી, ભિન્ન સત્ત્વ છે.”
જ્ઞાતા એવો આત્મા પોતાના સ્વપરપ્રકાશક પરિણામનો કર્તા અને એ પરિણામ એનું કર્મ-એ ઉપચારમાત્રથી છે. “નિશ્ચયથી તો પર્યાય પર્યાયથી (પોતાથી) થઈ છે. દ્રવ્યથી પર્યાય થઈ છે એમ કહ્યું એ તો ભેદથી ઉપચાર કર્યો છે. નિશ્ચયથી તો નિર્વિકારી નિર્મળ પરિણામ સ્વયંસિદ્ધ થયા છે. ત્યાં આત્મા તે નિર્મળ પરિણામનો કર્તા અને તે નિર્મળ પરિણામ આત્માનું કર્મ એ ઉપચારમાત્રથી છે. તથા રાગની અને જડની ક્રિયાનો કર્તા આત્મા છે એ તો ઉપચારમાત્રથી પણ નથી. અહા! આવી વાત બીજે ક્યાંય નથી. નિર્મળ પરિણામ તે વ્યાપ્ય અને દ્રવ્ય આત્મા વ્યાપક એ ઉપચારથી છે, પરમાર્થ નથી. અને શરીરનો, રાગનો, વ્યવહારનો કર્તા આત્મા છે એ તો ઉપચારમાત્રથી પણ નથી.
વ્યાયવ્યાપકપણે તસ્વરૂપમાં જ હોય છે. એટલે કે કર્તા અને કર્મ અભિન્ન હોય છે. આત્મા વસ્તુ શુદ્ધ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક દ્રવ્ય તે વ્યાપક અને સમ્યગ્દર્શન આદિ નિર્મળ પરિણામ તે એનું વ્યાપ્ય એટલે કર્મ છે. પરંતુ આત્મા કર્તા અને એનાથી ભિન્ન પુણ્ય-પાપના ભાવ એનું વ્યાપ્ય કર્મ છે એમ કદી હોઈ શકે નહિ; કેમકે પુણ્ય-પાપ આદિ ભાવ અતસ્વરૂપ છે. પુણ્યપાપના ભાવ વિભાવસ્વરૂપ છે અને તે ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકસ્વભાવની અપેક્ષાએ અતસ્વરૂપ છે. અહાહા...! ભાઈ, જેને વ્યવહાર સાધન કહ્યું છે એવા વ્યવહારરત્નત્રયના ભાવ અતસ્વરૂપ છે. તેને સાધન કહ્યું એ તો જ્ઞાન કરવા માટે ઉપચારમાત્ર કથન છે. ખરેખર તે સાધન છે જ નહિ. ઝીણી વાત, ભાઈ !
આત્મા ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકસ્વભાવી ધ્રુવ વસ્તુ છે. તેનું વ્યાપ્યવ્યાપકપણે પોતાના નિર્મળ સ્વભાવમાં (અભિન) છે. શુદ્ધ શાયકના લક્ષ જે નિર્મળ વીતરાગી પર્યાય ઉત્પન્ન થાય તે એનું વ્યાપ્ય અને પોતે વ્યાપક થઈને તે નિર્મળ વ્યાપ્ય કર્મને કરે છે. પરંતુ પુણ્ય-પાપ આદિ જે વિભાવભાવ થાય છે તેનાં ક્ષેત્ર અને ભાવ ભિન્ન હોવાથી નિશ્ચયથી તે અતસ્વરૂપ છે. તેથી આત્માને રાગાદિથી વ્યાપ્યવ્યાપકપણું નથી. ઘણી ગંભીર વાત!
તથા વ્યાયવ્યાપકભાવના સંભવ વિના કર્તાકર્મની સ્થિતિ ક્વી? વ્યાયવ્યાપકભાવના અભાવે રાગનો ક્ત આત્મા અને રાગ આત્માનું કર્મ એ સ્થિતિ કેવી? જુઓ! આ ધર્મ કેવી રીતે થાય તે કહે છે. નિર્મળ જ્ઞાનસ્વભાવી ચિત્માત્ર વસ્તુ જે આત્મા તેની જેને દષ્ટિ થઈ અને જે અતસ્વરૂપ એવા રાગથી-વ્યવહારના વિલ્પથી ભિન્ન પડ્યો તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૫ ]
[ ૧૧૧ સ્વયં ભગવાન શાયક વ્યાપક-કર્તા થઈને પોતાની વ્યાપ્ય એવી નિર્મળ મોક્ષમાર્ગનીસમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રયની પર્યાયને કરે છે અને તે ધર્મ છે. આ આત્માનું વ્યાપ્ય કર્મ છે; પરંતુ અતસ્વરૂપ એવો જે રાગ (વ્યવહાર) તે આત્માનું વ્યાપ્ય નથી, તે આત્માનું કર્મ નથી.
અરેરે! લોકોને અત્યારે વ્યવહાર અને નિમિત્તના પ્રેમમાં અંદર જે ભિન્ન શુદ્ધ જ્ઞાયક ભગવાન પડ્યો છે તેનાં ચિ અને આશ્રય આવતાં નથી. તેઓ બિચારા ચોરાસીના અવતારમાં અતિશય દુઃખી થઈને જાણે દુઃખની વાણીમાં પીલાઈ રહ્યા છે. ભાઈ! શુદ્ધ ચૈતન્યસ્વભાવમય વસ્તુ પ્રભુ પોતે છે એનો મહિમા દષ્ટિમાં આવ્યા વિના વિકારનું માલભ્ય અંતરથી છૂટતું નથી. અહીં કહે છે કે વ્યાયવ્યાપભાવ તસ્વભાવમાં જ હોય છે, અતસ્વભાવમાં ન હોય. પ્રથમ આ સિદ્ધાંત મૂકીને કહે છે કે વ્યાયવ્યાપકભાવના સંભવ વિના કર્તાકર્મની સ્થિતિ કેવી? ભગવાન આત્મા કર્તા અને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વિભાવભાવ એનું કર્મ-એ કેમ હોઈ શકે ? ( ન હોઈ શકે છે. અહાહા....! આ બહારનાં (દયા, દાન આદિ) કામ તો આત્મા કરી શકે નહિ, પણ (દયા, દાન, આદિ) વિકારના પરિણામ પણ આત્માનું કામ-કાર્ય છે એમ નથી કેમક વિભાવભાવ અતર્ભાવસ્વરૂપ છે.
ત્રિકાળી જ્ઞાયકભાવ શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ છે તે તસ્વભાવે છે. તેનું તત્ત્વભાવે પરિણમન થયું તે એનું કાર્ય છે, કર્મ છે. ત્રિકાળી ધ્રુવ વસ્તુ પોતે વ્યાપક થઈને પોતાના નિર્મળ પરિણામમાં વ્યાપે એ તો બરાબર છે. પરંતુ તે શુભાશુભ વિકારમાં વ્યાપક થઈને એને કરે એ વાત ક્યાંથી લાવવી? કેમકે ત્યાં વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. વ્યવહાર રત્નત્રયના શુભભાવ તે આત્માનું કર્તવ્ય, આત્માનું વ્યાપ્ય કર્મ એ સ્થિતિ કયાંથી લાવવી? અહાહા...! દ્રવ્ય અને ગુણે પવિત્રતાનો પિંડ પ્રભુ આત્મા છે તે પવિત્રતાના વ્યાપકપણે પવિત્રતાની વ્યાપ્ય અવસ્થાને કરે છે; પરંતુ તે વિકારની અવસ્થાને વ્યાપ્યપણે કરે-એ સ્થિતિ કયાંથી લાવવી? એમ છે જ નહિ.
કેટલાકને આકરું પડે છે, પણ શું થાય? માર્ગ તો આ જ છે, ભાઈ ! આ સમજવું જ પડશે. બહારમાં તો કાંઈ નથી. આ પૈસા, બંગલા, મોટર, સંપત્તિ અને આબરૂ-એ ધૂળમાં કય ય સુખ નથી. અહીં કહે છે કે પરવસ્તુ વ્યાપક થઈને એની પોતાની પર્યાયને કરે છે એનું કર્મ છે. અતભાવવાળી વસ્તુ પોતે પોતાથી પરિણમે છે. તેનું કાર્ય આ આત્મા કરે એમ કદી હોઈ શકે નહિ. આ જીભ હલે, વાણી બોલાય તે આત્માનું વ્યાપ્ય નથી. તથા તેમાં જે વિકલ્પ-રાગ થાય એ પણ અતસ્વભાવરૂપ છે. અતભાવરૂપ વસ્તુનું કાર્ય તસ્વભાવી આત્મા કરે એમ કદીય બનતું નથી.
પ્રશ્ન- આ ભાષા બોલવાનું જે કાર્ય થાય તે આત્મા કરે છે કે નહિ? ઉત્તર:- આ પ્રશ્ન સં. ૧૯૯૫માં શંત્રુજયમાં થયો હતો. ત્યારે કહ્યું હતું કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
ભાષાનું વ્યાખવ્યાપકપણું જડમાં છે. આત્મા વ્યાપક થઈને અતભાવરૂપ એવી ભાષાના પરિણમનને કરે એમ હોઈ શકે જ નહિ. ભાઈ! આ પંડિતાઈનો વિષય નથી. આ તો અંતર સ્વરૂપદષ્ટિનો વિષય છે. જેને જન્મ-મરણના દુ:ખથી છૂટવું હોય તેને અહીં કહે છે કે એ દુઃખના પરિણામ પણ આત્માનું વ્યાપ્ય નથી. ભાઈ! એ તો અતીન્દ્રિય આનંદનો નાથ નિત્યાનંદસ્વરૂપ પ્રભુ છે ને! તે વ્યાપક થઈને, પ્રસરીને, કર્તા થઈને પવિત્ર આનંદની પર્યાયનું કાર્ય કરે. એને દુઃખની પર્યાય તો અતભાવરૂપ છે. એ દુઃખની પર્યાય તેનું વ્યાપ્ય કેમ હોય ?
આત્મા શુદ્ધ ચૈતન્ય જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. તે વ્યાપક થઈને પ્રસરીને ખીલે તો નિર્મળ વીતરાગી આનંદની પર્યાયરૂપે ખીલે એવો તેનો સ્વભાવ છે. જીઓ! કાગળનો પંખો ખીલે-પ્રસરે તો કાગળપણે ખીલે પણ શું તે લોઢાપણે ખીલે ખરો ? ( ના, પિ નહીં). તેમ જ્ઞાયકસ્વરૂપી ભગવાન ખીલે–પ્રસરે તો નિર્મળ જ્ઞાનસ્વભાવે ખીલે પણ શું તે રાગ અને દુઃખપણે ખીલે ? (ના ). ભાઈ! રાગપણે જે ખીલે-પ્રસરે તે આત્મા નહિ. અહીં ! ભગવાન આત્માનું વ્યાપ્ય તો વીતરાગી પર્યાય છે. ચતુર્થ આદિ ગુણસ્થાનમાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રયની પર્યાય પ્રગટે તે આત્માનું વ્યાપ્ય છે.
પ્રશ્ન:- ચતુર્થ આદિ ગુણસ્થાનમાં રાગ તો હોય છે?
ઉત્તર:- હા, ચતુર્થ આદિ ગુણસ્થાનમાં વ્રત, પૂજા, ભક્તિ, દયા, દાન ઇત્યાદિના શુભભાવ હોય છે. પણ તે શુભભાવ તે આત્માનું વ્યાપ્ય કર્મ નથી. જે વિભાવ હોય છે તેને તે કાળે તે જાણતો પ્રવર્તે છે. સ્વપરને જાણનારી એની જે જ્ઞાનની પર્યાય તે એનું વ્યાપ્ય કર્મ છે. જ્ઞાન રાગને જાણે તેથી રાગ આત્માનું વ્યાપ્ય થઈ જાય એમ છે જ નહિ. ભાઈ! આ તો કર્તૃત્વના અભિમાનના ભુક્કા બોલાવી દે એવી વાત છે. તેને અંત૨માં બેસાડ ને! વ્યવહારથી નિશ્ચય થાય એવી તારી માન્યતા મિથ્યા એકાંત છે, કેમકે કર્તાકર્મપણું તત્ત્વભાવમાં જ હોય છે. અહાહા...! વીતરાગી પર્યાય તે કાર્ય અને વીતરાગી સ્વભાવ તે એનું કારણ છે એમ અહીં કહ્યું છે; પણ રાગ કારણ અને વીતરાગતા એનું કાર્ય એમ છે જ નહિ. શાસ્ત્રોમાં જે વ્યવહાર સાધનની વાત આવે છે એ તો નિમિત્ત દેખીને તેનું જ્ઞાન કરાવવા વ્યવહારથી કહેવામાં આવેલું છે. જ્યાં જે અપેક્ષાથી કથન હોય તેનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ.
હવે કહે છે- ‘કૃતિ સદ્દામ-વિવે—ઘસ્મર-મહોમારેળ' આવો પ્રબળ વિવેકરૂપ, અને સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જે જ્ઞાનપ્રકાશ તેના ભારથી ‘તમ: મિન્વન્’ અજ્ઞાન-અંધકારને ભેદતો, ‘સ પુષ: પુમાન્' આ આત્મા ‘જ્ઞાનીસૂય' જ્ઞાનસ્વરૂપ થઈને, ‘તવા’ તે કાળે ‘ તૃત્વશૂન્ય: નસિત: ' કર્તૃત્વરહિત થયેલો શોભે છે.
"
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૫ ]
[ ૧૧૩
અહાહા-! સમયસારની એકેક ગાથા અને એકેક કળશ અલૌકિક છે. આત્માનું હિત કેમ થાય એની અહીં વાત છે. બહુ શાસ્ત્રો ભણ્યો હોય અને વ્યાખ્યાન સારું કરે એટલે થઈ ગયો મોટો પંડિત જ્ઞાની એ વાત અહીં નથી. તથા ઘણો બધો બાહ્ય વ્યવહાર પાળે માટે જ્ઞાની છે એમ પણ નથી. દેવ-ગુરુ-શાસ્ત્રની (ભેદરૂપ) શ્રદ્ધા અને ભક્તિ એ તો બધો રાગ છે. ભાઈ ! બહારની ધમાધમ એ માર્ગ નથી. અહીં કહે છે કે ભગવાન આત્મા તસ્વભાવ જે જ્ઞાયકભાવ તે કર્તા અને તેની નિર્મળ પર્યાય તે એનું કાર્ય છે, પરંતુ અતસ્વભાવ જે વિભાવ તેનો આત્મા કર્તા નહિ અને તે વિભાવ આત્માનું કર્મ નહિ. આ પ્રમાણે અંતરંગમાં દષ્ટિ થઈ એને પ્રબળ વિવેકરૂપ ( ભેદજ્ઞાનરૂપ) સમ્યજ્ઞાનનો સૂર્ય ઉગ્યો એમ અહીં કહે છે.
આવો પ્રબળ વિવેકરૂપ સમ્યજ્ઞાનનો જે સૂર્ય પ્રગટ થયો તેનો સૌને ગ્રામીભૂત કરવાનો સ્વભાવ છે. એટલે કે તે સ્વને જાણે અને જે રાગ હોય તેને પણ જાણે એવો તેનો સ્વભાવ છે. જાણવામાં બધું કોળિયો કરી જાય એવી પ્રગટ થયેલા જ્ઞાનપ્રકાશની શક્તિ છે. જુઓ ! રાગને કરે એ તો છે જ નહિ, પણ રાગ છે માટે તેને ( રાગને) જાણે એમ પણ નથી. જ્ઞાનનો એ સહજ સ્વભાવ છે કે તે જાણવામાં રાગ આદિ સર્વને કોળિયો કરી દે. જે કાળે જે જાતનો રાગ અને જે જાતની દેહની સ્થિતિ પોતાના કારણે થાય તે કાળે તે સર્વને અડ્યા વિના ગ્રામીભૂત કરવાનો-જાણી લેવાનો જ્ઞાનનો સ્વભાવ છે.
વ્યવહારના રાગને જ્ઞાન જાણી લે છે, ત્યાં જાણવું જે થયું તે આત્માનું નિજ કાર્ય છે પણ જે રાગ છે એ આત્માનું કાર્ય નથી. રાગ મારું કાર્ય અને રાગનો હું કર્તા એવી માન્યતા તો અજ્ઞાન છે. એ અજ્ઞાનને ભેદતો તસ્વરૂપે-જ્ઞાનસ્વરૂપે પોતે પરિણમતો અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે. ભાઈ ! આ વ્યવહારરત્નત્રયનો શુભરાગ તે મારું કાર્ય અને હું તેનો કર્તા અથવા વ્યવહાર રત્નત્રયનો શુભરાગ તે કર્તા અને જે જ્ઞાન અવસ્થા પ્રગટ થઈ તે એનું કાર્ય એવો અભિપ્રાય તે અજ્ઞાન છે. આ અજ્ઞાનઅંધકારને ભેદતો ભગવાન આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ થઈને તે કાળે કર્તુત્વરહિત થયેલો શોભે છે.
કહ્યું ને કે જે કાળે રાગ છે તે કાળે રાગને જાણતું ત્યાં જ્ઞાન છે. તે જ્ઞાન કર્તુત્વરહિત થઈને શોભે છે. એટલે રાગ મારું કાર્ય અને હું તેનો કર્તા એવી અજ્ઞાનદશાને ભેદતો પોતે કતૃત્વરહિત થઈને એટલે કે જ્ઞાતા થઈને શોભે છે. જુઓ, રાગના કર્તુત્વથી આત્મા શોભતો નથી. પુણ્યના પરિણામ કરવાથી આત્માની શોભા નથી. એથી પોતાની શોભા માનવી એ તો મિથ્યાત્વ છે. ભાઈ ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે. અહીં તો, આ શાસ્ત્રમાં જે છે, તેનું સ્પષ્ટીકરણ થાય છે. માણસને પોતાની માનેલી વાતનાં પકડ અને અભિમાન હોય તેથી આવી સત્ય વાતને ગ્રહણ કરવી કઠણ લાગે, પણ ભાઈ ! આ સમયે જ છૂટકો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ અહાહા...! આત્મા પોતે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ્ઞાતા-દષ્ટા સ્વભાવથી ભરેલો ભગવાન છે. તે જ્ઞાતા-દષ્ટા થઈને પરિણમે તે શોભા છે. પહેલાં રાગનો કર્તા થઈને પરિણમતો હતો તે અશોભા હતી, અજ્ઞાન હતું, દુઃખ હતું. હવે તે રાગના કર્તુત્વરહિત થઈને જ્ઞાતાસ્વભાવે જ્ઞાનપણે, આનંદપણે પરિણમતો તે અતીન્દ્રિય આનંદની લહેરથી શોભે છે. સ્વરૂપના ભાન વિના પહેલાં વ્યવહારના રાગના કર્તાપણે પરિણમતો હતો તે અજ્ઞાનદશા હતી, દુઃખદશા હતી. હવે પ્રબળ વિવેકરૂપ સમ્યજ્ઞાનનો પ્રકાશ પ્રગટ થતાં અજ્ઞાન અંધકારને ભેદતો તે રાગનો અકર્તા થઈને અને જ્ઞાન અને આનંદની પર્યાયનો કર્તા થઈને પોતે શોભે છે.
પ્રશ્ન:- વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય-એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તર- અરે ભાઈ ! એ તો સાધનનો આરોપ કરીને કથન કર્યું છે. વ્યવહારનો રાગ જે અતભાવરૂપ છે તે તસ્વભાવનું-નિશ્ચયનું સાધન કેમ થાય? ન જ થાય. અહીં તો રાગથી ભિન્ન પડી, જ્ઞાયકભાવ પ્રસરીને-વિસ્તરીને જે નિર્મળ વીતરાગ પરિણતિ પ્રગટ થઈ તે સાધન છે એમ કહ્યું છે. અને ત્યારે જે રાગ છે તેને સહુચર વા નિમિત્ત દેખીને ઉપચારથી આરોપ કરીને સાધન કહ્યું છે. સર્વત્ર વ્યવહારનું લક્ષણ જ એવું છે. એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં ભેળવીને કથન કરે. એકના ભાવને બીજાના ભાવમાં ભેળવીને કથન કરે અને કારણમાં કાર્યને ભેળવીને કથન કરે એવું વ્યવહારનું લક્ષણ છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં સાતમા અધિકારમાં પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ નિશ્ચય-વ્યવહારનો બહુ સરસ ખુલાસો કર્યો છે.
પોતાને બેસે નહિ એટલે વિરોધ કરે, પણ શું થાય? અશુદ્ધતામાં પણ પોતે સ્વતંત્ર છે. અનુભવ પ્રકાશમાં કહ્યું છે કે-તેરી અશુદ્ધતા ભી બડી–એટલે કે જેને વિપરીત બેઠું છે તે ત્રિલોકનાથ ભગવાનની વાણી સાંભળીને પણ વિપરીત માન્યતાથી ખસે નહિ એવી એની અશુદ્ધતાની પણ મોટપ છે; પોતાની ઊંધી પકડ છોડ જ નહિ. અહીં કહે છે કે રાગ મારું કાર્ય અને હું રાગનો કર્તા એ માન્યતા અજ્ઞાન છે. આ વિપરીત અભિપ્રાયને તો પ્રથમ સુધાર. વસ્તુસ્થિતિનો પ્રથમ જ્ઞાનમાં સમ્યક નિર્ણય તો કર. સ્થિરતા ન થઈ શકે એ જુદી વાત છે. ભાઈ! પ્રથમ સ્વરૂપ આમ જ છે એમ નિર્ણય તો કર. રાગનું કર્તુત્વ મારું નહિ, પણ તે કાળે અને અને પરને જાણતું જે મારું જ્ઞાન તે મારું કાર્ય અને હું તેનો કર્તા એવા નિર્ણય સહિત જે જ્ઞાનપ્રકાશ પ્રગટ થયો તે અજ્ઞાન-અંધકારને ભેદીને પોતે અકર્તાપણે-જ્ઞાતાપણે પરિણમતો કર્તુત્વરહિત થઈને શોભે છે. આવી અદભુત આ વાત છે. એ કાંઈ વાદવિવાદથી પાર પડે એમ
નથી.
* કળશ ૪૯: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે અને કોઈ એક અવસ્થાવિશેષ તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૧૫
સમયસાર ગાથા ૭૫ ]
(વ્યાપકનું) વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે.' ત્રિકાળી વસ્તુ જે દ્રવ્ય તે વ્યાપક છે કેમકે તે દરેક અવસ્થામાં હોય છે. અને વર્તમાન વર્તતી અવસ્થા તે વ્યાપકનું વ્યાપ્ય છે.
દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે.’ એટલે કે તેને ૫૨વસ્તુ સાથે કાંઈ સંબંધ નથી. પોતાનું દ્રવ્ય અને પોતાની પર્યાય પરથી ભિન્ન છે અને પોતે અભેદરૂપ છે. ૫૨થી ભિન્ન છે એ અપેક્ષાએ દ્રવ્ય-પર્યાય અભિન્ન છે એમ કહ્યું છે. ત્યાં દ્રવ્ય અને પર્યાય એક થયાં છે એમ નથી. દ્રવ્ય-પર્યાય અભેદરૂપ છે એટલે પરની સાથે કે રાગની સાથે કાંઈ સંબંધ નથી. નિર્મળ પર્યાય અને દ્રવ્ય અભેદ છે એટલે કે નિર્મળ પર્યાય છે તે વ્યાપક એવા દ્રવ્યનું વ્યાપ્ય છે. એ પર્યાયનો કર્તા દ્રવ્ય છે એમ અભેદનો અર્થ છે.
અરે ભાઈ! અનંતકાળની પોતાની ચીજ છે. તેની દૃષ્ટિ કરવી તે કાંઈ સાધારણ વાત નથી. જે પર્યાયબુદ્ધિ અને રાગબુદ્ધિ અનાદિથી છે તેમાં પલટો મારીને દ્રવ્યબુદ્ધિ કરવી એ સાધારણ (પુરુષાર્થની ) વાત નથી. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. તે છે એમ જ્યાં પર્યાય દ્રવ્ય સન્મુખ ઢળીને તેનો સ્વીકાર કરે છે ત્યારે દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે. જે પર્યાય દ્રવ્યની સન્મુખ થઈ તે દ્રવ્યનો સ્વીકાર કરે છે અને ત્યાં તેને શાંતિનો અનુભવ થાય છે. પોતે આત્મા વ્યાપક અને પોતાની નિર્મળ પર્યાય તે વ્યાપ્ય એમ અભેદરૂપ પરિણમન છે ત્યાં શાંતિ છે. પણ પોતે આત્મા વ્યાપક અને પુણ્ય-પાપના ભાવ તે મારું વ્યાપ્ય એમ જે માને તેને અશાંતિ છે. આવુ જ વસ્તુનું સ્વરૂપ છે.
હવે કહે છે– જે દ્રવ્યનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ તે જ પર્યાયનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે. આવું વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય; અતસ્વરૂપમાં ન જ હોય.'
જુઓ, શું કહે છે? જે દ્રવ્યનું સ્વરૂપ છે એ જ પર્યાયનું સ્વરૂપ છે. પર્યાય એની જાતની છે ને! પર્યાય અને દ્રવ્ય બન્ને એક થયા છે એમ નથી. પર્યાય પર્યાયમાં રહીને દ્રવ્યને જાણે છે, દ્રવ્યમાં ભળીને જાણતી નથી; પરંતુ પરથી ભિન્નપણું છે એ અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાય અભિન્ન છે એમ કહ્યું છે. અપેક્ષા બરાબર સમજવી જોઈએ. આ પ્રમાણે દ્રવ્યનું સ્વરૂપ વા સત્ત્વ તે જ પર્યાયનું સ્વરૂપ વા સત્ત્વ છે, આમ હોઈને એટલે કે દ્રવ્ય-પર્યાયની અભિન્નતા હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે.
આવું વ્યાખવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય છે, અર્થાત્ અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ હોય છે. પરંતુ અતસ્વરૂપમાં અર્થાત્ ભિન્ન ભિન્ન સત્તાવાળા પદાર્થોમાં આવું વ્યાપ્ય-વ્યાપકપણું હોતું નથી. રાગને અને આત્માને વ્યાખવ્યાપકપણું નથી કેમકે બન્ને ભિન્ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
ભિન્ન ચીજ છે. પરંતુ શાયસ્વભાવી આત્મા અને તેની નિર્મળ વીતરાગી પરિણતિને વ્યાખવ્યાપકપણું છે કેમકે બન્ને અભિન્ન તસ્વભાવી છે. દ્રવ્ય વ્યાપક છે અને રાગ એનું વ્યાપ્ય છે એમ નથી; પરંતુ દ્રવ્ય વ્યાપક અને તેની નિર્મળ પરિણતિ એનું વ્યાપ્ય એમ વ્યાપ્યવ્યાપકપણું છે. જુઓ ! પંડિત શ્રી જયચંદજીએ કેટલું સ્પષ્ટ કર્યું છે! પહેલાંના પંડિતોએ કેવું સરસ કામ કર્યું છે! કહે છે કે પર્યાયની સત્તા અને દ્રવ્યની સત્તા બે જુદી નથી. જેમ પરદ્રવ્યની સત્તા જુદી છે તેમ દ્રવ્ય અને તેની નિર્મળ પરિણતિની સત્તા જુદી નથી.
આમ તો દ્રવ્યની સત્તા અને પર્યાયની સત્તા બે ભિન્ન છે. એ અંદર-અંદરની (પરસ્પરની ) અપેક્ષાએ વાત છે. પણ પરની અપેક્ષાએ તો દ્રવ્ય અને પર્યાયની સત્તા અભિન્ન એક છે. ખરેખર તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્યનાં સત્તા અને ક્ષેત્ર તેની નિર્મળ પર્યાયનાં સત્તા અને ક્ષેત્રથી ભિન્ન છે. પણ એ તો અંદર-અંદર પરસ્પરની દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાએ વાત છે. પરંતુ અહીં તો એમ સિદ્ધ કરવું છે કે પર્યાય અને દ્રવ્યનું ક્ષેત્ર એક છે, કેમકે અભિન્ન સત્તાવાળા પદાર્થમાં વ્યાખવ્યાપકપણું હોય છે. પરની સત્તાથી પોતાના દ્રવ્ય-પર્યાયની સત્તા ભિન્ન છે અને પોતાનાં દ્રવ્ય-પર્યાય બેની સત્તા અભિન્ન છે એમ અહીં સિદ્ધ કરવું છે.
સત્તા ભિન્ન હોય એવા પદાર્થમાં વ્યાપ્યવ્યાપકપણું ન જ હોય. રાગાદિ વિભાવ ભિન્ન સત્તાવાળો પદાર્થ છે. તેની સાથે આત્માને વ્યાખવ્યાપકપણું નથી. વસ્તુ ભિન્ન છે માટે ક્ષેત્ર ભિન્ન છે. તેથી વ્યાખવ્યાપકપણું નથી અને માટે આત્મા અને રાગાદિ વિભાવને કર્તાકર્મપણું નથી.
જ્યાં વ્યાપ્યવ્યાપકભાવ હોય ત્યાં જ કર્તાકર્મભાવ હોય; વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મભાવ ન હોય. એવું જે જાણે તે પુદ્ગલને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે. કળશટીકામાં ‘જીવસત્ત્વથી પુદ્ગલદ્રવ્યનું સત્ત્વ ભિન્ન છે, નિશ્ચયથી વ્યાપ્યવ્યાપકતા નથી ’ એમ કહ્યું છે. પુદ્દગલ અને પુદ્દગલના નિમિત્તથી થતી વિકારી પર્યાય એ બધું પુદ્દગલ છે. આવું જે જાણે તે વિકારને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે. કર્મના પરિણામનો પોતે કર્તા નથી એમ જાણે ત્યાં રાગાદિ વિકારનો પણ પોતે કર્તા નથી એમ જાણે છે. આમ જાણતાં લક્ષ ત્યાંથી છૂટી આત્મા ઉપર લક્ષ જાય છે. પ૨નું કર્તાપણું છૂટે ત્યાં રાગનું કર્તાપણું પણ છૂટી જાય છે. અહા! ભરતમાં કેવળજ્ઞાનીના વિરહ પડયા પણ ભાગ્યવશ આવી ચીજ (સમયસાર ) રહી ગઈ. કોઈ વળી કહે છે કે સમયસાર વાંચો છો અને બીજું શાસ્ત્ર કેમ નહિ ? પણ ભાઈ ! તત્ત્વજ્ઞાનના વિષયની મુખ્યતા દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં હોય છે. સમ્યગ્દર્શનના વિષયનું દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં નિરૂપણ હોય છે.
અહીં કહે છે કે પુદ્ગલને અને આત્માને ર્ડાકર્મભાવથી નથી. આમ જાણતાં તે જ્ઞાની થાય છે. એટલે કે રાગનો જાણનાર થાય છે, ર્તા થતો નથી. તે ર્મભાવથી રહિત થાય છે અને જ્ઞાતા-દષ્ટા બની જગતનો સાક્ષીભૂત થાય છે. બધાનો જાણનાર સાક્ષી થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૫ ]
[ ૧૧૭
છે. પોતામાં રહીને જાણે બસ! પોતામાં રહીને જાણના૨, ૫૨માં જઈને પરનો જાણનાર એમ નહિ, પોતે સાક્ષી થાય છે. આવો વીતરાગનો કહેલો વીતરાગ સ્વરૂપ જ માર્ગ છે.
ભાઈ ! આ દેહ છૂટી જશે; કોઈ સગાં સંબંધી સાથે રહેશે નહિ. જ્યાંથી દેહ છૂટીને અહીં આવ્યો ત્યાંનાં સગાંવહાલાં સંભાળતાં હોય પણ એથી શું? કોઈ સાથે રહે એમ છે? કોઈ એનું છે? ભાઈ! કોઈ તારું નથી. એક ચૈતન્યસ્વભાવમય જ્ઞાનાનંદસ્વભાવી આત્મા એવો તું તારો છે. આ ગામ, આ મકાન, આ દેહ, આ રાગાદિ વિકલ્પો ઇત્યાદિ મારા છે એમ કહેવાય પણ તેથી શું તે તારા થઈ ગયા? વ્યવહારથી બોલાય એથી શું? ગામ મકાન, દેહ, રાગ આદિ પદાર્થો તારા નથી અને એ તારાં કાર્ય પણ નથી, તું એમનો કર્તા પણ નથી. તું તો નિત્યાનંદસ્વરૂપ જ્ઞાતા-દષ્ટાસ્વભાવી આત્મા છો અને જ્ઞાતાદષ્ટાનું નિર્મળ પરિણમન એ જ તારું કર્મ-કાર્ય છે. આવું જ વસ્તુસ્વરૂપ છે; તેને યથાર્થ જાણવું તે જ્ઞાનીનું કર્મ છે.
[પ્રવચન નં. ૧૨૯ શેષ ૧૩૦, ૧૩૧, ૧૩૨ (ચાલુ ) * દિનાંક ૧૮–૭–૭૬ થી ૨૧-૭–૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૭૬
पुद्गलकर्म जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति ચેત
ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। णाणी जाणतो वि हु पोग्गलकम्मं अणेयविहं।। ७६।।
नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये।
ज्ञानी जानन्नपि खलु पुद्गलकर्मानेकविधम्।। ७६।। હવે પૂછે છે કે પુદ્ગલકર્મને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું ) છે કે નથી? તેનો ઉત્તર કહે છે:
વિધવિધ પુદ્ગલકર્મને જ્ઞાની જરૂર જાણે ભલે,
પદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૬. ગાથાર્થ- [ જ્ઞાની ] જ્ઞાની [ કનેવિયર્] અનેક પ્રકારના [ પુત્ર] પુદ્ગલકર્મને [નાનનું ગ]િ જાણતો હોવા છતાં [r] નિશ્ચયથી [પદ્રવ્યપર્યાય] પરદ્રવ્યના પર્યાયમાં [ પ પરિણમત] પરિણમતો નથી, [ન ગૃતિ] તેને ગ્રહણ કરતો નથી અને ઉદ્યતે ] તે-રૂપે ઊપજતો નથી.
ટીકા- પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વલ્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું (વ્યાપ્ય જેનું લક્ષણ છે. એવું) પુદ્ગલના પરિણામસ્વરૂપ જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં પુદ્ગલ દ્રવ્ય પોતે અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે રૂપે પરિણમતું અને તે રૂપે ઊપજતું થયું, તે પુદ્ગલપરિણામને કરે છે; આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતા પુદ્ગલપરિણામને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત (બહાર રહેલા) એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી અને તે રૂપે ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની પુદ્ગલકર્મને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.
ભાવાર્થ- જીવ પુદ્ગલકર્મને જાણે છે તો પણ તેને પુદ્ગલ સાથે કર્તાકર્મપણું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૬ ]
| [ ૧૧૯ સામાન્યપણે કર્તાનું કર્મ ત્રણ પ્રકારનું કહેવામાં આવે છે-નિર્વર્ય, વિકાર્ય અને પ્રાપ્ય. કર્તા વડે, જે પ્રથમ ન હોય એવું નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિર્વત્યે કર્મ છે. કર્તા વડ, પદાર્થમાં વિકાર-ફેરફાર કરીને જે કાંઈ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય કર્મ છે. કર્તા, જે નવું ઉત્પન્ન કરતો નથી તેમ જ વિકાર કરીને પણ કરતો નથી, માત્ર જેને પ્રાપ્ત કરે છે તે કર્તાનું પ્રાપ્ય કર્મ છે.
જીવ પુદગલકર્મને નવીન ઉપજાવી શકતો નથી કારણ કે ચેતન જડને કેમ ઉપજાવી શકે? માટે પુદ્ગલકર્મ જીવન નિર્વત્થ કર્મ નથી. જીવ પુદગલમાં વિકાર કરીને તેને પુલકર્મરૂપે પરિણમાવી શકતો નથી કારણ કે ચેતન જડને કેમ પરિણમાવી શકે ? માટે પુદ્ગલકર્મ જીવનું વિકાર્ય કર્મ પણ નથી. પરમાર્થે જીવ પુદ્ગલને ગ્રહણ કરી શકતો નથી કારણ કે અમૂર્તિક પદાર્થ મૂર્તિકને કઈ રીતે ગ્રહણ કરી શકે? માટે પુદગલકર્મ જીવનું પ્રાપ્ય કર્મ પણ નથી. આ રીતે પુદ્ગલકર્મ જીવનું કર્મ નથી અને જીવ તેનો કર્તા નથી. જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી જ્ઞાનરૂપે પરિણમતો પોતે પુદ્ગલકર્મને જાણે છે; માટે પુગલકર્મને જાણતા એવા જીવન પરની સાથે કર્તાકર્મભાવ કેમ હોઈ શકે ? ન જ હોઈ શકે.
સમયસાર ગાથા ૭૬: મથાળું હવે પૂછે છે કે પુદ્ગલકર્મને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું) છે કે નથી ? તેનો ઉત્તર કહે છે:
* ગાથા ૭૬: ટીકા ઉપરનું પ્રવચન * પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યું એવું વ્યાપ્યલક્ષણવાળું પુદ્ગલના પરિણામસ્વરૂપ જે કર્મ, તેનામાં પુદ્ગલદ્રવ્ય પોતે અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે રૂપે પરિણમતું અને તે–રૂપે ઊપજતું થયું, તે પુદ્ગલપરિણામને કરે છે.'
જુઓ! શિષ્યનો એમ પ્રશ્ન છે કે પુદગલપરિણામરૂપ કર્મને એટલે કે રાગાદિને જાણતાં જ્ઞાનીને તેની સાથે કર્તાકર્મભાવ છે કે નહિ? જેવો રાગ થાય, જે દેહની સ્થિતિ હોય તેને એ રીતે જાણે એટલો સંબંધ છે, પણ આત્માને તેની સાથે કર્તાકર્મપણું છે કે નથી? તો કહે છે કે ના; પુગલનું-રાગાદિનું કર્તાકર્મપણું પુદ્ગલમાં છે. જે જે રાગાદિ અવસ્થા થાય તે તે જ્ઞાની જાણે પણ તેની સાથે જ્ઞાનીને કર્તાકર્મભાવ નથી. પુદ્ગલપરિણામરૂપકર્મ સાથે પુદ્ગલને કર્તાકર્મપણું છે.
એક સમયની અવસ્થાના ત્રણ પ્રકર-પ્રાય, વિર્ય અને નિર્વત્યું. એવું વ્યાપ્યલક્ષણવાળું પુદ્ગલના પરિણામસ્વરૂપ કર્મ એટલે કે રાગસ્વરૂપ જે કર્તાનું કાર્ય છે તેમાં પુદ્ગલ અંતર્થાપક થઈને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રતું, રાગરૂપે પરિણમતું, રાગરૂપે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
ઊપજતું થકું પુદ્દગલપરિણામને કરે છે. આ દયા, દાન, વ્રત આદિના શુભરાગમાં પુદ્ગલ વ્યાપીને તે પરિણામને કરે છે. વ્યવહા૨૨ત્નત્રયના રાગની આદિમાં પુદ્દગલ, મધ્યમાં પુદ્ગલ અને અંતમાંય પુદ્દગલ છે; રાગની આદિમાં જીવ છે એમ નથી.
એક બાજુ એમ કહે કે રાગના, મિથ્યાત્વના પરિણામ જીવના છે અને વળી તે પુદ્દગલના પરિણામ છે એમ અહીં કહે તે કેવી રીતે છે ? ભાઈ ! અહીં તો જેને જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ થઈ છે એવા જ્ઞાનીની વાત છે. જે કાળે જે રાગની, શરીરની, ભાષાની, સંયોગની જે રીતે અવસ્થા થાય તેને તે રીતે જ્ઞાની જાણે છતાં જાણનાર શાયક કર્તા અને રાગાદિ એનું કર્મ એમ નથી. રાગમાં પુદ્ગલ અંતર્ધ્યાપક થઈને રાગને કરે છે. રાગ છે તો જીવની પર્યાય પણ અહીં તો જેને દ્રવ્યબુદ્ધિ થઈ છે, જે જ્ઞાતાભાવે પરિણમ્યો છે એવા જ્ઞાનીની વાત છે. કહે છે કે પર્યાયમાં જે રાગ છે તેની આદિ-મધ્ય-અંતમાં પુદ્દગલ છે, આત્મા નથી. જ્ઞાનીને જે સ્વભાવદષ્ટિ થઈ છે તે દૃષ્ટિની આદિ-મધ્ય-અંતમાં આત્મા છે. સમ્યગ્દર્શનની પર્યાયની આદિ-મધ્ય-અંતમાં જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્મા છે અને રાગની આદિ-મધ્ય-અંતમાં પુદ્દગલ છે. બે વસ્તુ (જ્ઞાન અને રાગ) જુદી પાડી ને. કહે છે કે રાગ જે પુદ્દગલપરિણામ છે તેના આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલ છે અને તેનો કર્તા પુદ્દગલ છે.
જ્ઞાનીની કર્તાકર્મની સ્થિતિ શું છે અને જડ પુદ્દગલની દશા શું છે એની આ વાત ચાલે છે. વ્યવહા૨૨ત્નત્રયનો જે શુભરાગ છે એમાં પુદ્ગલદ્રવ્ય અંતર્ધ્યાપક થઈને તે કર્મ કરે છે; જીવનું તે વ્યાપ્ય એટલે કર્મ નથી. પ્રાપ્ય એટલે જે થાય તેને પહોંચી વળવું, વિકાર્ય એટલે બદલવું, નિર્વર્ત્ય એટલે ઉપજવું–એમ ત્રણે એક જ કાર્ય છે. શુભરાગ જે થયો તેને પુદ્ગલ પહોંચી વળ્યું છે તે તેનું પ્રાપ્ય કર્મ, પૂર્વનો રાગ બદલીને શુભાગ થયો તે પુદ્ગલનું વિકાર્ય કર્મ અને શુભરાગ જે નવો ઉપજ્યો તે પુદ્દગલનું નિર્વર્ત્ય કર્મ છે. વિકારના પરિણામ-શુભરાગાદિના પરિણામના આદિ-મધ્યઅંતમાં પુદ્દગલ વ્યાપે છે. આદિમાં આત્મા છે અને પછી રાગ થાય એમ નથી. આદિ-મધ્યઅંતમાં પુદ્દગલ વ્યાપીને રાગને ગ્રહે છે, ભગવાન આત્મા નહિ. તે વિકાર્ય કાર્ય પુદ્ગલનું છે અને પુદ્ગલ રાગપણે ઉપજે છે તેથી પુદ્દગલનું તે નિર્વર્ય કર્મ છે. સ્વભાવ ઉપર જેની દષ્ટ પડી છે તેનું રાગ તે પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મ નથી. બહુ સૂક્ષ્મ વાત.
પ્રશ્ન:- જો પુદ્દગલ રાગ કરતો હોય તો જીવ તેને શી રીતે અટકાવે ?
ઉત્ત૨:- અટકાવવાનો સવાલ છે કયાં? જ્ઞાની તો જે રાગ થાય તેને જાણે છે એમ કહ્યું છે. જે રાગ થાય તે પુદ્ગલનું પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મ છે અને જ્ઞાની એને જ્ઞાનમાં જાણે છે બસ એટલી વાત છે. શુભાગ તે મારું કર્તવ્ય નહિ, પણ એને જાણનારી જે જ્ઞાનની પર્યાય છે તે મારું કાર્ય છે એમ માનતો જ્ઞાની સાક્ષીભાવે પરિણમે છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૬ ]
[ ૧૨૧ પોતાના ત્રિકાળી શુદ્ધ જ્ઞાતા-દષ્ટા સ્વભાવનો અનુભવ થયો છે તેથી જ્ઞાની પોતાને જે જ્ઞાતાદષ્ટાના પરિણામ થયા છે તેમાં રાગને જાણે છે બસ; અને તે જાણવાના પરિણામ એનું કાર્ય છે, પણ રાગ એનું કાર્ય નથી. આવી સૂક્ષ્મ વાત છે.
હવે કહે છે-“આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતા પુદ્ગલપરિણામને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઉપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તેરૂપે પરિણમતો નથી, અને તે રૂપે ઊપજતો નથી.'
રાગ કે જે પુગલના પરિણામસ્વરૂપ કર્મ છે તેની આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલ વ્યાપ્ય છે. પુદ્ગલથી જે ઉત્પન્ન થયું, તેનાથી જે બદલ્યું અને તેનાથી ઊપસ્યું એવા પુદ્ગલપરિણામસ્વરૂપ કર્મને જ્ઞાની જાણતો હોવા છતાં તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી અને તે રૂપે ઊપજતો નથી. સ્વસ્વરૂપને જાણતાં, જે પ્રકારનો રાગ થાય તેને જાણવાના જ પરિણામ જ્ઞાનીને થાય છે.
જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઘડારૂપે થાય છે; અર્થાત ઘડારૂપ પ્રાપ્યને માટી ગ્રહે છે, ઘડારૂપે માટી પરિણમે છે, અને માટી ઘડારૂપે ઊપજે છે તેમ જ્ઞાની પોતે બાહ્ય સ્થિત પુણ્યના ભાવ, શુભભાવ જે પરદ્રવ્યના પરિણામ છે તેને જાણતો હોવા છતાં તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી, તે-રૂપે ઊપજતો નથી. જ્ઞાનસ્વભાવી વસ્તુ આત્મા છે. તે રાગાદિ પરદ્રવ્યને જાણવાનું કામ કરે, પણ તેને ગ્રહતો નથી જુઓ, વ્યવહારરત્નત્રયનો જે શુભરાગ છે તેને અહીં બાહ્યસ્થિત કહ્યો છે. તેને જે પોતાનો માને છે તે બહિરામાં છે. અહીં કહે છે-જેમ માટી ઘડામાં વ્યાપીને ઊપજે છે તેમ ધર્મી રાગમાં વ્યાપીને ઊપજતો નથી, રાગને ગ્રહતો નથી અને રાગને નીપજાવતો નથી.
રાગ છે તે પરદ્રવ્યના એટલે પુગલના પરિણામ છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ, શાસ્ત્ર ભણવાના વલણનો વિકલ્પ, પંચમહાવ્રતના પાલનનો વિકલ્પ-એ શુભરાગ છે. તેને પુદ્ગલ ગ્રહે છે, પુગલ ઊપજાવે છે. ચૈતન્યસ્વરૂપી ભગવાન આત્મા એ રાગને જાણે પણ તેને ગ્રહતો નથી, ઊપજાવતો નથી. તેનો તે કર્તા નથી. જુઓ, ધર્મી જીવને ધર્મ કેમ થાય એની આ વાત છે. ભગવાન આત્મા પૂર્ણાનંદસ્વરૂપ છે એવી દષ્ટિ થઈને જ્યાં પ્રત્યક્ષ અનુભવ થયો ત્યાં ધર્મી, રાગ જે પુદ્ગલના પરિણામ છે તેમાં વ્યાપીને તેને ગ્રહુતો નથી, તે-રૂપે પરિણમતો નથી, તે-રૂપે ઊપજતો નથી.
જુઓ! જે વખતે જે રાગ થવાનો છે તે થયો છે તે પ્રાપ્ય, વળી તે જ રાગ પલટીને થયો છે માટે તે વિકાર્ય અને તે જ રાગ નવો ઊપજ્યો માટે તેને નિર્વત્યું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ કહે છે. પર્યાય તો એક જ છે, તેનું કથન ત્રણ પ્રકારે છે. તે રાગની આદિ-મધ્ય-અંતમાં પુગલ વ્યાપીને તે રાગને કરે છે; પણ તેને પોતામાં રહીને જાણતો ધર્મી તેમાં (રાગમાં) વ્યાપીને તેને કરે છે એમ નથી.
નિશ્ચય-વ્યવહારના લોકો વાંધો ઉઠાવે છે કે-અભ્યતર અને બાહ્ય સામગ્રી–બંને હોય તો કાર્ય થાય. પરંતુ એમ નથી, ભાઈ ! રાગની સામગ્રી અને આનંદની નિર્મળ સામગ્રી–એ બંને થઈને શું આત્માનું-ધર્મનું કાર્ય કરે? એમ કદીય નથી. આત્માનું કાર્ય જે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રયના પરિણામ તેમાં એકલો આત્મા પોતે અંતર્થાપક થઈને, તેના આદિમધ્ય-અંતમાં આત્મા પોતે વ્યાપીને, તે પરિણામને કરે છે.
માટી જેમ ઘડાને ગ્રહે છે તેમ ધર્મી રાગને ગ્રહતો નથી, રાગને બદલાવતો નથી, રાગપણે ઊપજતો નથી. તે તે રાગને તે તે કાળે ધર્મી પોતામાં રહીને જાણે છે બસ. આવો વીતરાગનો માર્ગ છે. આત્મા વીતરાગસ્વરૂપ જ છે અને તેનો આવો માર્ગ છે. વીતરાગી પરિણામમાં, તેના આદિ-મધ્ય-અંતમાં આત્મા પોતે વ્યાપીને તે વીતરાગી દશાને ગ્રહે છે, પોતે વીતરાગદશારૂપે પરિણમે છે અને પોતે તે-રૂપે ઊપજે છે. પરંતુ રાગને આત્મા પ્રતો નથી, રાગરૂપે તે પરિણમતો નથી, રાગરૂપે પોતે ઊપજતો નથી. વ્યવહારરત્નત્રયના પરિણામને ધર્મી પકડતો નથી. તેનું જે જ્ઞાન થાય તેમાં જ્ઞાની વ્યાપે છે. જ્ઞાનીનું પ્રાપ્ય, વિકાર્ય, નિર્વત્યે કર્મ જ્ઞાન છે, રાગ નહિ.
પ્રશ્ન:- આ તો આપે નિશ્ચયથી કહ્યું, પણ વ્યવહાર બતાવો ને?
ઉત્તર:- ભાઈ ! વ્યવહારથી કાંઈ આનાથી વિરુદ્ધ વાત છે એમ નથી. રાગ જે વ્યવહાર છે તે નિમિત્ત છે એમ એનું જ્ઞાન કરાવ્યું છે. પ્રમાણના વિષયમાં વ્યવહારનું પણ જ્ઞાન કરાવ્યું છે. ત્યાં નિશ્ચયની વાત રાખીને વ્યવહારનું જ્ઞાન કરાવ્યું છે. આત્મા રાગના પરિણામને કરતો નથી, તેમાં તે વ્યાપતો નથી, તેને ઊપજાવતો નથી. તે રાગને જાણવાના પોતાના જ્ઞાનપરિણામને કરતો, ગ્રહતો, ઊપજાવતો તેમાં ( જ્ઞાનમાં) વ્યાપે છે. ભાઈ ! પ્રમાણમાં આ નિશ્ચયની વાત રાખીને પછી જે રાગ છે તેનાથી કાર્ય થાય એમ આરોપ કરીને ઉપચારથી કથન કર્યું છે.
આ તો વીતરાગ સર્વજ્ઞથી સિદ્ધ થયેલો માર્ગ છે. ભગવાન આત્મા પોતે જ સર્વજ્ઞસ્વરૂપ છે. અાહા....! સર્વજ્ઞ એટલે જ્ઞ-સ્વભાવ, જ્ઞ-શક્તિ , “જ્ઞ” જેનો ભાવ, “જ્ઞ” જેનું સ્વરૂપ છે એવો ભગવાન આત્મા જેની દષ્ટિમાં આવ્યો તે ધર્મી, જ્ઞ-સ્વભાવમાંથી ઉત્પન્ન થતા, તે કાળે રાગને જાણવાના જ્ઞાનપરિણામમાં પોતે આદિ-મધ્ય-અંતમાં વ્યાપે છે. એટલે કે એ રાગ છે માટે અહીં રાગને જાણવાના પરિણામ થયા છે એમ નથી. રાગને જાણવાના પરિણામની આદિમાં પોતે જ છે. એની આદિમાં રાગ હતો અને તેથી જાણવાના પરિણામ થયા એમ નથી. રાગને જાણે એવા જ્ઞાનના પરિણામની આદિ-મધ્ય-અંતમાં પ્રભુ આત્મા જ છે. માટે, જો કે જ્ઞાની પુગલકર્મને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૬ ]
[ ૧૨૩ નિર્વર્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.”
જ્ઞાન રાગને જાણે માટે જ્ઞાન કર્તા અને રાગ એનું કર્મ એમ નથી. તથા રાગ કર્તા અને જાણવાના જ્ઞાનપરિણામ એનું કર્મ એમ પણ નથી. ભાઈ ! વસ્તુસ્થિતિને પ્રસિદ્ધ કરનારી આ ૭૫ થી ૭૯ સુધીની ગાથાઓ અલૌકિક છે. અહાહા..! દૃષ્ટિ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય ઉપર પડતાં, રાગ અને પર્યાયની દષ્ટિ છૂટતાં, ભગવાન આત્મા પોતે પ્રસિદ્ધ થાય છે કે હું તો જાણનાર-દેખનાર આત્મા છું. રાગનો હું કર્તા અને રાગ મારું કર્મ-એવા કર્તાકર્મભાવના સ્વરૂપે હું છું જ નહિ, અહો! પરમ અદ્ભુત વાત સંતોએ કરી છે!
આવું સાંભળવા મળવું મુશ્કેલ હોય એટલે વ્યવહારના રસિયા લોકોને આવું વીતરાગી તત્ત્વ ન સમજાય. પરંતુ ભાઈ ! વ્યવહાર એટલે નિમિત્ત, વ્યવહાર એટલે રાગ, વ્યવહાર એટલે દુ:ખ, વ્યવહાર એટલે આકુળતા, વ્યવહાર એટલે અસ્થિરતા-આમ વ્યવહારનાં અનેક નામ છે. અસ્થિરતાના પરિણામને (રાગને) શાશ્વત્ સ્થિર એવો ભગવાન આત્મા જાણવાનું કામ કરે. તે જાણવાના-જ્ઞાનના પરિણામની આદિ-મધ્ય-અંતમાં આત્મા પોતે વ્યાપે છે. એટલે રાગ છે માટે જ્ઞાનનું કાર્ય થયું એમ નથી. તથા જ્ઞાન રાગમાં પ્રસરીને રાગને જાણે છે એમ પણ નથી. અહા ! ગજબ વાત છે !
વ્યવહારના શુભરાગના જે પરિણામ છે તે આકુળતામય છે, દુઃખરૂપ છે. વ્યવહારરત્નત્રયનો જે રાગ છે તે દુઃખ છે. છત્ઢાલામાં આવે છે કે
રાગ આગ દહૈ સદા તાર્ત સમામૃત સેઈએ” જે રાગ છે તે દુ:ખ છે. તેને! નિશ્ચયનું સાધન કહેવું એ તો ઉપચારમાત્ર કથન છે, વસ્તુ સ્વરૂપ નથી. આવું સાંભળીને કેટલાક પોકારી ઊઠે છે કે “એવંત છે, એવંત છે;” પણ ભાઈ ! ભગવાન આત્મા પોતાના સ્વભાવમાં જાય ત્યારે સમ્યક એકાંત થાય છે. ત્યારે રાગનું પરય તરીકે જ્ઞાન થાય તેને અનેકાંત કહે છે. માર્ગ તો આ છે, ભાઈ !
રાગ અને ચૈતન્યસ્વભાવ બે ભિન્ન ચીજ છે એવા ભેદજ્ઞાનના અભાવે અરે ભાઈ ! તું ચોરાસીના અવતારમાં અનંતકાળ રખડ્યો. હવે તો ભેદજ્ઞાન કર. અહીં કહે છે કે જે વ્યવહારરત્નત્રયનો રાગ છે તે ક્ષણિક છે, ચૈતન્યસ્વભાવથી વિરુદ્ધ ભાવ છે, વિભાવ છે. એ વિભાવની આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલ વ્યાપે છે, આત્મા નહિ. જુઓ, શુભરાગ છે તે ચૈતન્યની-જીવની પર્યાય છે, તે કાંઈ પરની નથી. પણ એ પર્યાય ત્રિકાળી જે ચૈતન્યસ્વભાવ છે તેની જાતની નથી, માટે સ્વભાવની દષ્ટિમાં એને અચેતન ગણીને પુદ્ગલપરિણામ કહી છે.
પ્રશ્ન- આત્મા નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગને સાધે છે એમ શાસ્ત્રમાં આવે છે ને? ઉત્તર- હા, આવે છે. પણ એનો અર્થ શું? નિશ્ચય એ જ એનું કાર્ય છે, અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪ ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૪ એમાં તે વ્યાપે છે; વ્યવહારમાં તે વ્યાપતો નથી. પરંતુ વ્યવહારનો રાગ એ જાતનો ત્યાં (સહુચર) હોય છે. વળી નિશ્ચયનો આરોપ વ્યવહાર ઉપર કરીને વ્યવહાર સાધક કહેવામાં આવ્યો છે. ખરેખર તો રાગથી ભિન્ન પડતાં પ્રજ્ઞાનો અનુભવ જે થયો તે સાધક છે. સ્વરૂપનો સાધક તો અનુભવ છે. પ્રજ્ઞાછીણી તે સાધન છે એમ મોક્ષ અધિકારમાં કહ્યું છે. જે અનુભવનો વિષય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે અનુભવ-પ્રજ્ઞાછીણી સ્વરૂપનો સાધક છે. ત્યાં શુભરાગને સહુચર દેખીને આરોપ આપીને ઉપચારથી સાધક કહ્યો છે. તેને જો યથાર્થ માની લે તો દષ્ટિ વિપરીત છે.
કેટલાક પંચમહાવ્રતને સાધન માને છે, એનાથી નિશ્ચય પ્રગટે છે એમ માને છે, તે મોક્ષનું પરંપરા સાધન છે એમ માને છે. પણ કોને? અને કયાં? જેને એકલા વ્યવહારની ક્રિયા છે એને તો મિથ્યાત્વભાવ છે, મૂઢતાનો ભાવ છે. મિથ્યાત્વમાં પડ્યો છે અને વ્યવહાર કેવો? ભાઈ ! રાગથી ભિન્ન પડીને, આત્મા નિર્મળાનંદસ્વરૂપ પ્રભુ ભગવાન છે એવો જેણે અનુભવ કર્યો છે તેને નિશ્ચય થયો છે અને તેના સહુચર રાગને આરોપ કરીને ઉપચારથી પરંપરા સાધન કહ્યું છે. સાધન નથી એને સાધન કહેવું એનું નામ વ્યવહાર છે. ભાઈ ! પ્રજ્ઞાછીણી કહો કે સ્વાનુભવ કહો, તે એક જ સાધન છે. આ તો અંતરની વાતો છે. પંડિતાઈના અભિમાનથી દગ્ધ કોઈ સત્યને વીંખી નાખે તોપણ સત્ય તો સત્ય જ રહેશે.
વાસ્તવિક સાધન નિશ્ચય, પ્રગટયા વિના વ્યવહારને સાધનનો આરોપ પણ અપાતો નથી. વ્યવહાર સાધન છે નહિ, તથા નિશ્ચય વિના તેને સાધનનો આરોપ પણ ન અપાય.
અરે! ભગવાનના વિરહ પડ્યા! સર્વજ્ઞ વીતરાગ હાજર નથી. એટલે ન્યાયમાર્ગને લોકોએ મરડી-મચડી નાખ્યો. પણ એમ ન કર, ભાઈ ! તને દુઃખ થશે. સમ્યગ્દર્શન વિના, સ્વાનુભવ વિના રાગને સાધન માનતા તને દુઃખ થશે, તારું અહિત થશે. ભેંસના આંચળમાં દૂધ હોય છે તેને જેમ બળુકી બાઈ દોહીને બહાર કાઢે છે તેમ, ગાથામાં કુંદકુંદાચાર્યદવે જે ભાવો ભર્યા છે તેને અમૃતચંદ્રસ્વામીએ ટીકા દ્વારા દોહીને બહાર કાઢયા છે. એ ભાવોને અહીં પ્રવચનમાં કહેવામાં આવે છે. ભાઈ ! રાગ તે સાધન નથી તો શરીર ધર્મનું સાધન તો કયાંથી થાય? ન જ થાય, ન જ હોય.
પ્રશ્ન:- “શરીરમાાં રહેતુ ધર્મસાધનમ્' એમ આવે છે ને?
ઉત્તર- એ તો વ્યવહારનાં કથન છે. તેને યથાર્થ માની લે તે તો ઉપદેશને પણ લાયક નથી. વ્યવહારથી નિશ્ચય પમાય એનો અર્થ શું? ભાઈ ! વ્યવહાર છે તે નિશ્ચયને બતાવે છે. પણ વ્યવહારથી નિશ્ચય પ્રાપ્ત થાય છે એમ એનો અર્થ નથી. વ્યવહારના લક્ષ નિશ્ચયમાં જવાય એમ છે જ નહિ. વ્યવહાર નિશ્ચયને બતાવે છે એમ આઠમી ગાથામાં આવ્યું છે. ભેદ અભેદને બતાવે છે, પણ ભેદના લક્ષે અભેદમાં ન જવાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૬ ]
[ ૧૨૫
વ્યવહાર છે તે નિશ્ચયને બતાવે છે એટલે કે વ્યવહારનો ઉપદેશ કરનાર નિશ્ચયમાં તેને લઈ જવા માગે છે; અને શ્રોતા પણ ભેદ ઉપર લક્ષ ન કરતાં અંદર અભેદ, અખંડ છે તેનું લક્ષ કરે છે–ત્યારે તેને વ્યવહાર તે સાધન છે એમ ઉપચારથી આરોપ કરીને કહેવામાં આવે છે.
અહીં કહે છે–જ્ઞાની ધર્મી-જીવ પુદ્દગલકર્મને એટલે રાગના ભાવને જાણવાનું કાર્ય સ્વતંત્રપણે કરે છે. આત્મા તેને જાણવાનું કાર્ય કરે છે તોપણ પ્રાપ્ય, વિકાર્ય, નિર્વર્ત્ય એવું જે વ્યાપ્ય લક્ષણવાળું પદ્રવ્યસ્વરૂપ કર્મ તેને નહિ કરતા એવા જ્ઞાનીને પુદ્દગલ સાથે કર્તાકર્મભાવ નથી. રાગને જાણવા છતાં રાગ તે કર્મ અને આત્મા રાગનો કર્તા અથવા રાગ તે કર્તા અને જાણવાના પરિણામ થયા તે કર્મ એવો સંબંધ જ્ઞાનીને નથી. ભાઈ ! આ ૫૨મ સત્ય છે, અને આ સિવાય બીજી વાતો સો ટકા અસત્ય છે. આમાં કોઈ છૂટછાટને અવકાશ નથી. વસ્તુની સ્થિતિ જ આવી છે. જ્ઞાની રાગને જાણે છતાં રાગ સાથે તેને કર્તાકર્મભાવ નથી.
* ગાથા ૭૬: ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
"
જીવ પુદ્ગલકર્મને જાણે છે તોપણ તેને પુદ્ગલ સાથે કર્તાકર્મપણું નથી.
સામાન્યપણે કર્તાનું કર્મ ત્રણ પ્રકારનું કહેવામાં આવે છે-નિર્વર્ત્ય, વિકાર્ય અને પ્રાપ્ય. કર્તા વડે, જે પ્રથમ ન હોય એવું નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિર્વર્ત્ય કર્મ છે. કર્તા વડે, પદાર્થમાં વિકાર-ફેરફાર કરીને જે કાંઈ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય કર્મ છે. કર્તા, જે નવું ઉત્પન્ન કરતો નથી તેમ જ વિકાર કરીને પણ કરતો નથી, માત્ર જેને પ્રાપ્ત કરે છે તે કર્તાનું પ્રાપ્ય કર્મ છે.’
અહીં પ્રથમ નિર્વર્ત્ય કર્મ કહ્યું છે. ટીકામાં પહેલાં પ્રાપ્ય કર્મ લીધું છે. આ કથનની શૈલી છે. જે રાગ થાય તે પુદ્ગલનું પ્રાપ્ય કર્મ છે અને તે સમયે જાણવાના પરિણામ જે થાય તે આત્માનું પ્રાપ્ય કર્મ છે. પૂર્વની દશા પલટીને તે સમયે જે રાગ થયો તે પુદ્ગલનું વિકાર્ય કર્મ છે અને આત્માના જાણવાના પરિણામ પૂર્વે જે બીજા હતા તે પલટીને તે રાગને જાણવાના જ્ઞાનના પરિણામ થયા તે આત્માનું વિકાર્ય કર્મ છે. જે રાગ નવીન ઉત્પન્ન થયો તે પુદ્દગલનું નિર્વર્ત્ય કર્મ છે અને તે રાગને જાણવાના જે નવીન પરિણામ થયા તે આત્માનું નિર્વસ્ત્ય કર્મ છે.
રાગના ભાવને અહીં પુદ્દગલનું પ્રાપ્ય કર્મ ક્યું એટલે કોઈ એમ અર્થ કરે કે–જુઓ, નિમિત્તથી કાર્ય થયું ને? તો તે બરાબર નથી. અરે ભાઈ! અહીં કઈ અપેક્ષાએ વાત કરી છે? પુદ્દગલ છે તે વિકારનું નિમિત્ત છે. એ વિકાર અને નિમિત્ત બન્નેય ૫૨ ચીજ છે. એ માટે વિકારને પરમાં નાખ્યો છે. ભાઈ! જે વિભાવ ઉપજે છે તે શું સ્વભાવમાં છે? ના; તેથી વિભાવને પરમાં નાખી, નિમિત્તની મુખ્યતાથી પુદ્દગલનું કર્મ કહ્યું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ છે. અને ત્રિકાળી ધ્રુવ સ્વભાવભાવ પોતાનો છે એમ કહ્યું છે. આમ બન્નેને (સ્વભાવવિભાવને) જુદા પાડ્યા છે.
હવે કહે છે-“જીવ પુદ્ગલકર્મને નવીન ઊપજાવી શકતો નથી કારણ કે ચેતન જડને કેમ ઉપજાવી શકે? અહીં ભાષામાં પુગલકર્મ કહ્યું છે, પણ એમાં રાગ પણ ભેગો આવી જાય છે. જીવ પુદ્ગલના કાર્યને એટલે રાગને નવીન ઊપજાવી શકતો નથી. કેમ? તો કહે છે કે ચેતન જડને કેમ ઊપજાવી શકે? અહાહા...! શુદ્ધ ચૈતન્યનો પિંડ પ્રભુ આત્મા, રાગ જે અચેતન છે, પુગલના પરિણામ છે તેને કેમ ઊપજાવી શકે ? ન જ ઊપજાવી શકે) અરે! લોકોને અભ્યાસ નહિ એટલે ઝીણું લાગે છે.
કેટલાક તો વ્યવહારની રુચિમાં મગ્ન છે. પાંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ પાળે, ઘરબાર છોડયાં હોય, બાયડી-છોકરાં છોડ્યાં હોય એટલે જાણે અમે કેટલો ત્યાગ કર્યો એમ માને; પણ ભાઈ ! ખરેખર તે શું છોડયું છે? રાગની એકતા છોડી નહિ તો તે શું છોડ્યું? પરને છોડવું એ તો અસભૂત વ્યવહારનયનું કથન છે. એ પણ જેને રાગની એકતા છૂટી છે તેણે પરને છોડ્યાં-એમ અસદભૂત વ્યવહારનયથી કહેવાય છે. ખરેખર તો આત્મામાં પરનાં ગ્રહણ-ત્યાગ છે જ નહિ. ‘ત્યાગ-ઉપાદાન શૂન્યત્વ” નામની આત્મામાં એક શક્તિ એવી છે જેના કારણે પરના ગ્રહણ-ત્યાગ આત્મા ત્રણે કાળ શૂન્ય છે. રજકણને ગ્રહવું કે છોડવું એ આત્મામાં છે જ નહિ.
રાગની એક્તા તૂટે, સ્વરૂપના લક્ષ રાગથી ભિન્ન પડે ત્યારે “રાગ છોડયો...એમ કહેવું એ પણ વ્યવહારનયનું કથન છે. અને રાગના નિમિત્તો છોડ્યા એમ કહુવું એ અસદભૂત વ્યવહારનયનું કથન છે. ગાથા ૩૪ની ટીકામાં આવે છે કે આત્માને પરભાવના ત્યાગનું ર્તાપણું નામમાત્ર છે. પરમાર્થે રાગના ત્યાગનો કર્તા આત્મા છે જ નહિ. રાગ એનામાં કયાં હતો કે તે રાગને છોડે? રાગ તો. પુદ્ગલના પરિણામ છે. જ્ઞાતાદાના પરિણામ પ્રગટ થયા ત્યારે રાગ ઉત્પન્ન થયો નહિ એટલે રાગને છેડ્યો એમ વ્યવહારનયથી કથન કરવામાં આવે છે. આમ છે તો પછી પરને ગ્રહવું ને છોડવું એ ક્યાં રહ્યું?
આટલાં દ્રવ્ય ખપે, આટલાં ન ખપે, દૂધ, દહીં ઇત્યાદિ રસ ન ખપે એ બધું પરનું ગ્રહણત્યાગ આત્મામાં કયાં છે? પરના લક્ષે રાગ થતો હતો તે સ્વના લક્ષ છૂટયો ત્યારે આટલો ત્યાગ કર્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. ભાઈ ! કથનમાં તો બીજું શું આવે? કથનમાં તો એમ આવે કે-વ્યવહારવ્રત ગ્રહણ કરવાં, વ્રત પાળવાં, અતિચાર ટાળવા-ઇત્યાદિ. પણ એ બધું વ્યવહારનયનું કથન છે એમ સમજવું.
જીવ પુલકર્મને નવીન ઉપજાવી શકતો નથી. આત્મા જ્ઞાનસ્વભાવી પ્રભુ છે. એ રાગને ઉપજાવી શકતો નથી, કેમકે ચેતન જડને કેમ ઉપજાવી શકે? છઠ્ઠી ગાથામાં આવે છે કે આત્મા પ્રમત્ત પણ નથી, અપ્રમત્ત પણ નથી કેમકે તે શુભાશુભભાવના સ્વભાવે થતો નથી. શુભાશુભ ભાવ જડ છે, અચેતન છે અને ભગવાન આત્મા શુદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૬ ]
[ ૧૨૭ ચૈતન્યમૂર્તિ છે. જે આત્મા શુભાશુભભાવરૂપે થાય તો તે જડ થઈ જાય. પણ તે કદીય જ્ઞાયકભાવથી જડભાવરૂપ થતો નથી. વ્યવહારરત્નત્રયનો ભાવ અચેતન છે. તેને આત્મા ઉપજાવી શકતો નથી. આવી વાત છે.
વ્યવહારરત્નત્રયનો ભાવ જે અચેતન છે તે ચૈતન્યભાવનું સાધન કેમ થાય? ન જ થાય. જે વિરુદ્ધ ભાવ છે તે સાધન ન થાય. નિશ્ચયરત્નત્રયની સાથે એ જાતના વિકલ્પની મર્યાદા વર્તે છે. માટે નિમિત્ત અને સહુચર દેખીને તેને આરોપ કરીને સાધન કહ્યો છે. છે તો બંધનું કારણ, છે તો દુ:ખરૂપ ભાવ, પણ સહુચર દેખીને આરોપથી વ્યવહારરત્નત્રય નામ આપ્યું છે. ચાર મણની ઘઉંની ગુણી હોય ત્યાં બારદાન ભેગું તોળીને ચાર મણ અઢીશેર કહેવાય છે, પણ બારદાન એ કાંઈ માલ નથી. તેમ નિશ્ચયરત્નત્રયની સાથે રાગ હોય તેને વ્યવહારથી રત્નત્રય કહ્યો, પણ એ કાંઈ સાચાં રત્નત્રય નથી. ભાઈ ! જેમ છે તેમ યથાર્થ નિર્ણય કરવો પડશે. અહીં કહે છે-“માટે પુદ્ગલકર્મ જીવન નિર્વત્યે કર્મ નથી,' અર્થાત્ રાગ છે તે જીવે ઊપજાવેલું કાર્ય
નથી.
હવે કહે છે-“જીવ પુદ્ગલમાં વિકાર કરીને તેને પુદ્ગલકર્મરૂપે પરિણાવી શકતો નથી કારણ કે ચેતન જડને કેમ પરિણમાવી શકે? માટે પુદ્ગલકર્મ જીવનું વિકાર્ય કર્મ પણ નથી.” જે શુભ પરિણામ થયા એ પુદ્ગલનું વિકાર્ય છે, તે જીવનું વિકાર્ય કર્મ નથી.
“પરમાર્થ જીવ પુદગલને ગ્રહણ કરી શકતો નથી કારણ કે અમૂર્તિક પદાર્થ મૂર્તિકને કઈ રીતે ગ્રહણ કરી શકે ? માટે પુદ્ગલકર્મ જીવનું પ્રાપ્ય કર્મ પણ નથી.” પુદગલની વાત કરી છે તેમાં રાગ પણ આવી જાય છે. પહેલું નિર્વત્યે લીધું, પછી વિકાર્ય લીધું અને પછી પ્રાપ્ય કર્મ
કહ્યું.
“આ રીતે પુલકર્મ જીવનું કર્મ નથી અને જીવ તેનો કર્તા નથી. જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી જ્ઞાનરૂપે પરિણમતો પોતે પુગલકર્મને જાણે છે.” જ્ઞાતા વિકાસ પામે તો જ્ઞાનના પરિણામે ભાવે વિકાસ પામે. પરંતુ જ્ઞાનસ્વરૂપી આત્મા રાગરૂપે કેમ થાય ? પોતે જ્ઞાતા હોવાથી જ્ઞાનરૂપે પરિણમતો પુદગલકર્મને જાણે છે, જે રાગની ક્રિયા થાય તેને પોતામાં રહીને પોતાથી જાણે છે. એને જાણે છે એ વ્યવહાર થયો, નિશ્ચયથી તો પોતાને અનુભવે છેજાણે છે.
ભાઈ ! આ ભવ અનંત ભવના અભાવ માટે છે. જેને જન્મ-મરણથી છૂટવું છે તેણે પોતાના હિતની આ વાત સમજવી પડશે.
હવે કહે છે-“માટે પુદ્ગલકર્મને જાણતા એવા જીવનો પરની સાથે કર્તાકર્મભાવ કેમ હોઈ શકે ? ન જ હોઈ શકે.” લ્યો ૭૬ પૂરી થઈ.
[ પ્રવચન નં. ૧૩૨, ૧૩૩ (શેષ) * દિનાંક ૨૧-૭-૭૬ અને ૨૨-૭-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૭૭ स्वपरिणामं जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति
ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। णाणी जाणतो वि हु सगपरिणामं अणेयविहं।। ७७।।
नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये।
ज्ञानी जानन्नपि खलु स्वकपरिणाममनेकविधम्।। ७७।। હવે પૂછે છે કે પોતાના પરિણામને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું ) છે કે નથી? તેનો ઉત્તર કહે છે:
વિધવિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે,
પદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૭. ગાથાર્થ:- [ જ્ઞાની] જ્ઞાની [ નેવિયર્] અનેક પ્રકારના [સ્વપરિણામન્] પોતાના પરિણામને [નાનનું ગપિ ] જાણતો હોવા છતાં [7] નિશ્ચયથી [પદ્રવ્યપર્યાય] પરદ્રવ્યના પર્યાયમાં [ પ પરિણમતિ] પરિણમતો નથી, [ ન જાતિ] તેને ગ્રહણ કરતો નથી અને [ન ઉત્પદ્યતે] તે-રૂપે ઊપજતો નથી.
ટીકા:- પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યું એવું, વ્યાપ્યલક્ષણવાળું આત્માના પરિણામસ્વરૂપ જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં આત્મા પોતે અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો, તે-રૂપે પરિણમતો અને તે રૂપે ઊપજતો થયો, તે આત્મપરિણામને કરે છે; આમ આત્મા વડે કરવામાં આવતું જે આત્મપરિણામ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની પોતાના પરિણામને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે એવું જે વ્યાપ્યલક્ષણવાળું પારદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.
ભાવાર્થ- ૭૬ મી ગાથામાં કહ્યું હતું તે અનુસાર અહીં પણ જાણવું. ત્યાં “પુદ્ગલકર્મને જાણતો જ્ઞાની' એમ હતું તેને બદલે અહીં “પોતાના પરિણામને જાણતો જ્ઞાની' એમ કહ્યું છે–એટલો ફેર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૭ ]
[ ૧૨૯ સમયસાર ગાથા ૭૭: મથાળું હવે પૂછે છે કે પોતાના પરિણામને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? ગાથા ૭૬માં એમ હતું કે રાગને જાણતા એવા જીવને રાગ સાથે કર્તાકર્મભાવ નથી. અહીં એમ પ્રશ્ન છે કે પોતાના પરિણામને જાણતા એવા જીવને પુદગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? કેટલી સ્પષ્ટતા કરી છે! અહો! કોઈ ધન્ય ઘડીએ સમયસાર રચાઈ ગયું છે. જગતનાં સદભાગ્ય કે આવી ચીજ રહી ગઈ. અહા ! એણે તો કેવળીના વિરહ ભૂલાવ્યા છે. અહીં પૂછે છે કે પોતાના પરિણામને જાણવાનું કર્મ કરે છે એવા જીવને રાગ સાથે, પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નહિ? પોતાના પરિણામને જાણવાનું કર્મ તો કરે છે તો ભેગું પરનું કાર્ય પણ કરે છે કે નહિ?
લોકોમાં કહેવાય છે ને કે એક ગાયનો ગોવાળ તે પાંચ ગાયોનો ગોવાળ. એક ગાયને ચારવા લઈ જાય તો ભેગી પાંચને ચારવા લઈ જાય એમાં શું? એમ આત્મા પોતાના પરિણામને જાણવાનું કર્મ કરે છે તો ભેગું પરનું રાગરૂપી કર્મ કરે છે કે નહિ? તેને રાગ સાથે કર્તાકર્મ સંબંધ છે કે નહિ? શિષ્યના આ પ્રશ્નનો ઉત્તર કહે છે:
* ગાથા ૭૭: ટીકા ઉપરનું પ્રવચન * જુઓ, વસ્તુની સ્થિતિનું આ વર્ણન છે. ધર્મીને શું હોય છે અને અજ્ઞાનીને શું હોય છે એની આ વાત છે. ધર્મીને આત્માની શુદ્ધ ચૈતન્યની દષ્ટિ હોય છે. તેના જ્ઞાનનું સ્વપરપ્રકાશક સામર્થ્ય હોવાથી જ્ઞાનભાવે પરિણમતો જ્ઞાની સ્વ-પરને જેમ છે તેમ જાણે છે એની અહીં વાત છે. કહે છે
પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે એવું, વ્યાપ્યલક્ષણવાળું આત્માના પરિણામસ્વરૂપ જે કર્મ, તેનામાં આત્મા પોતે અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો, તે-રૂપે પરિણમતો અને તે-રૂપે ઊપજતો થકો, તે આત્મપરિણામને કરે છે.'
- જ્ઞાનના જે પરિણામ (જ્ઞાનીને) થયા છે, તે કાળે પ્રાપ્ત થાય છે. ધ્રુવ છે એટલે કે તે કાળે તે જ થવાના છે એમ નિશ્ચિત છે. આ પ્રાપ્ય કર્મની વ્યાખ્યા છે. આત્માના જાણવાના જે પરિણામ થયા તે તે કાળે તે જ થવાના હતા તે થયા તેને પ્રાપ્ય એટલે ધ્રુવ કહેવાય છે. આત્મા તેને પહોંચી વળે છે. જાણવાના, દેખવાના, શ્રદ્ધવાના, જે પરિણામ છે તે આત્માનું પ્રાપ્ય કર્મ છે. એટલે કે તે કાળે તે (પરિણામ) ધ્રુવ છે. તે કાળે તે જ થવાના હતા જે થયા છે અને તેને આત્મા મેળવે છે, પહોંચે છે, પ્રાપ્ત કરે છે. વળી એ જ પરિણામને વિકાર્ય કર્મ કહે છે. પ્રથમ જે હતા તે પલટીને આ થયા માટે તેને વિકાર્ય કર્મ કહે છે. અને તે સમયે નવા ઊપજ્યા તેથી તેને નિર્વત્યે કર્મ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩) ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ એના એ જ પરિણામને નિર્વત્યે કર્મ કહે છે. આવું જે વ્યાપ્યલક્ષણવાળું (જ્ઞાન-શ્રદ્ધાનરૂપ) કર્મ તેમાં આત્મા પોતે અંતર્થાપક થઈને તે પરિણામને કરે છે.
દ્રવ્યની નિર્મળ પર્યાય તે એનું વ્યાપ્યલક્ષણવાળું કાર્ય છે. તે વખતે એ જ કાર્ય થવાનું છે એવું જે આત્માના પરિણામસ્વરૂપ કર્મ એટલે કે જ્ઞાતા-દષ્ટાના પરિણામ સ્વરૂપસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામસ્વરૂપ કર્મ, તેમાં આત્મા પોતે અંતર્થાપક થઈને, આદિમધ્ય-અંતમાં વ્યાપે છે. જુઓ, દ્રવ્યદૃષ્ટિવંતને જ્ઞાતા-દરાના જે નિર્મળ પરિણામ થયા તેની આદિમાં આત્મા છે, મધ્યમાં આત્મા છે અને અંતમાં પણ આત્મા છે. તે રાગને જાણે છે માટે તેની આદિમાં રાગ છે એમ નથી. રાગ છે માટે જાણવાના પરિણામ થયા એમ રાગની અપેક્ષા નથી. પોતાના આત્મપરિણામને ગ્રહતાં-જાણતાં આત્માને રાગ સાથે કર્તાકર્મપણું છે એમ નથી. પોતે સ્વયં અંતર્થાપક થઈને પોતાના જાણવાના પરિણામને આત્મા કરે છે. સંસ્કૃત પાઠમાં “સ્વયં” શબ્દ પડ્યો છે. આત્મા સ્વયં પોતાના આત્મ-પરિણામને કરે છે.
પ્રશ્ન:- આત્મા કાંઈ કરતો નથી ને ?
ઉત્તર:- હા, પણ એ વાત અત્યારે અહીં નથી લેવી. અહીં તો અત્યારે પરથી અને રાગથી ભિન્ન પાડવું છે અને સ્વથી (નિર્મળ પર્યાયથી) અભિન્ન સિદ્ધ કરવું છે. દ્રવ્ય અને તેની નિર્મળ પર્યાયને અહીં અભેદ બતાવવી છે. કહ્યું ને કે આત્મા સ્વયં અંતર્થાપક થઈને પોતાના આત્મપરિણામને કરે છે. અહા ! જે નિર્મળ પર્યાય થઈ તે આત્માનું કર્તવ્ય છે. પોતાના જ્ઞાતાદાના જે નિર્મળ પરિણામ થયા તેની આદિ-મધ્ય-અંતમાં આત્મા પોતે વ્યાપે છે. તે નિર્મળ પરિણામ આત્મા સ્વયં કરે છે એમ અહીં સિદ્ધ કરવું છે. માટે સ્વભાવના આશ્રયે જે વીતરાગી પર્યાય થઈ તે પરિણામને ગ્રહતો એટલે કે પ્રાપ્ત કરતો અને તે રૂપે પરિણમતો અને ઊપજતો તે આત્મપરિણામને આત્મા કરે છે.
આ મૂળ વાત છે અને છે ઘણી ઊંચી. કહે છે કે જેનું લક્ષ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ઉપર છે એને જે પરિણામ થયા તે પરિણામની આદિમાં ભગવાન આત્મા છે. તે પરિણામને આત્મા ગ્રહે છે. ધર્મની જેને દશા થઈ છે એને શુભભાવ આવે, પણ તેને જાણવાનું કામ આત્મા કરે છે. તે પણ શુભભાવ છે માટે જાણે છે એમ નથી. સ્વપરપ્રકાશક એવા જ્ઞાનના પરિણમનની આદિમાં આત્મા પોતે જ છે. પરને જાણે છે માટે ત્યાં પરની અપેક્ષા છે એમ નથી. અહાહા..! દુનિયા સાથે મેળ ન ખાય એવી આ ગજબ વાત છે! (દુનિયા સાથે મેળ છે તે તોડે તો સમજાય એવી છે.)
આ વાણી (જિનવાણી) સાંભળે છે એ શું શુભભાવ નથી? એ શુભભાવ છે. અશુભથી બચવા એ શુભભાવ આવે છે. અહીં કહે છે કે શુભભાવના કાળે આત્મા ( જ્ઞાની)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૭ ]
[ ૧૩૧
જે સ્વપ૨પ્રકાશકપણે જ્ઞાનભાવે પરિણમે છે તે જ્ઞાનપરિણામનો આત્મા કર્તા છે; રાગનો (શુભભાવનો ) કર્તા નથી. રાગને-શુભભાવને જાણવાના જે પરિણામ થયા તેનો આત્મા કર્તા છે. આ વસ્તુસ્થિતિ છે.
ભાઈ ! આવી વસ્તુસ્થિતિનો અંદ૨ નિર્ણય ન કરે ત્યાં સુધી ધર્મની શરૂઆત કેમ થાય ? શ્રદ્ધા-જ્ઞાન-રમણતાના જે આત્મપરિણામ તેને ગ્રહતો, તે-રૂપે પરિણમતો અને તે-રૂપે ઊપજતો થકો તે પરિણામને આત્મા કરે છે. ગ્રહતો એ પ્રાપ્ય, પરિણમતો એ વિકાર્ય અને ઊપજતો એ નિર્વર્ત્ય કર્મ થયું. અહીં તો અત્યારે પરથી ભિન્ન પાડવાની વાત છે. પર્યાયથી દ્રવ્ય ભિન્ન છે અને પર્યાય પર્યાયને કરે છે એ વાત અહીં સિદ્ધ કરવી નથી. ખરેખર તો એમ છે કે પર્યાય પર્યાયને કરે છે, દ્રવ્ય કરતું નથી. પરંતુ અહીં તો પરરૂપે પરિણમતો નથી અને સ્વપણે પરિણમે છે એવો આત્મા પોતાના પરિણામને કરે છે એમ અહીં સાબીત કરવું છે.
ભાઈ ! સ્વભાવષ્ટિ કરવાની આ વાત છે. અશુભથી બચવા શુભભાવ ભલે હો; શુભ છોડીને અશુભ કરવા એમ અહીં વાત નથી. શુભની રુચિ છોડીને દ્રવ્યની રુચિ કર-એમ અહીં વાત છે. સર્વથા શુદ્ધોપયોગ થાય ત્યારે શુભ છૂટી જાય છે. શુભોપયોગની દશા એ ધર્મીની ( ધર્મની ) દશા નથી, જે જાણવાના પરિણામ થાય તે ધર્મની દશા છે અને તેની આદિમાં આત્મા છે. આત્મા કર્તા થઈને જાણવાના પરિણામને કરે છે, તે-રૂપે પરિણમે છે, તેરૂપે ઊપજે છે.
હવે કહે છે– આમ આત્મા વડે કરવામાં આવતું જે આત્મપરિણામ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તેરૂપે પરિણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી.’
જુઓ, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને શાંતિના જે પરિણામ થયા તેને ગ્રહતો, તે-રૂપે પરિણમતો અને તે-રૂપે ઊપજતો આત્મા પોતાના પરિણામને કરે છે; પણ વ્યવહારના પરિણામને આત્મા કરતો નથી. પોતાના પરિણામને જાણતા એવા આત્માને ૫૨ સાથે કર્તાકર્મસંબંધ નથી. વ્યવહારનો શુભાગ છે તેથી અહીં આત્મપરિણામ થયા છે એમ નથી. તથા વ્યવહારને જાણે છે તેથી તે વ્યવહારનો કર્તા છે એમ પણ નથી. આત્માના આશ્રયે થયેલા પરિણામનો કર્તા, ગ્રહનાર, પરિણમના આત્મા છે.
જુઓ, પ્રશ્ન એમ હતો કે પોતાના નિર્મળ પરિણામને જાણતો હોવા છતાં તે રાગના કાર્યનો ર્તા છે કે નહિ? આત્મા જાણવાનું કાર્ય તો કરે છે; તો રાગનો કર્તા થઈને ભેગું રાગનું કાર્ય કરે છે કે નહિ? એક ગાયનો ગોવાળ તે પાંચ ગાયનો ગોવાળ-એમ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
છે કે નહિ? તો કહે છે કે એમ નથી. “વસ્તુ સાવો ધમ્મો–વસ્તુનો સ્વભાવ ધર્મ છે. આત્મા વસ્તુ છે–તેનો સ્વભાવ જ્ઞાન, દર્શન, આનંદ છે. જ્યાં સ્વભાવની દૃષ્ટિ થઈ ત્યાં સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ નિર્મળ પરિણામ થયા. તે નિર્મળ પરિણામને જ્ઞાની કરતો હોવા છતાં, અને તેને જાણતો હોવા છતાં, પરની સાથે તેને કર્તાકર્મભાવ નથી એમ કહે છે.
માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને ઘડાને કરે છે. ઘડો થવાની આદિ-મધ્ય-અંતમાં માટી છે. કુંભારનો હાથ અડયો માટે કુંભાર ઘડો થવાની આદિમાં છે એમ નથી. કુંભાર પ્રસરીને ઘડો થતો નથી. ઘડારૂપ કાર્યમાં કુંભાર પ્રસરતો નથી, પણ માટી પોતે ઘડામાં પ્રસરીને-વ્યાપીને ઘડાને કરે છે, ઘડાને ગ્રહે છે. ઘડો તે માટીનું પ્રાપ્ય છે. તે સમયનું તે ધ્રુવ પ્રાપ્ય છે. વિકાર્ય છે તે વ્યય અને નિર્વત્યું છે તે ઉત્પાદ છે તે વખતે જે પર્યાય થવાની હતી તે થઈ માટે તેને ધ્રુવ કહી છે. છે તો પર્યાય, પણ નિશ્ચિત છે તેથી ધ્રુવ કહી છે. અહીં એક સમયની પર્યાયમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ કહ્યા છે. અહો ! આચાર્યની અજબ શૈલી છે! કહે છે કે માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને ઘડાને ગ્રહે છે. ઘડાની પર્યાય તે માટીનું તે સમયનું ધ્રુવ છે, પ્રાપ્ય છે. અહાહા..! તે સમયની પર્યાય તે જ થવાની છે. જુઓ ને ! બધું ક્રમબદ્ધ છે એમ અહીં સિદ્ધ કરે છે. કુંભાર ઘડાને કરે છે એ વાત જ નથી.
જેમ માટી ઘડામાં અંતર્થાપક થઈને ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે, ઘડારૂપે ઉપજે છે તેમ આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ બાહ્યસ્થિત એવા પરદ્રવ્યનાં પરિણામમાં એટલે કે વ્યવહારરત્નત્રયના શુભરાગમાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી, તે–રૂપ ઊપજતો નથી. શુભરાગની આદિમાં આત્મા નથી, મધ્યમાં આત્મા નથી, અંતમાં આત્મા નથી. રાગની આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલ છે. ધર્મી જીવ જેમ વીતરાગી શુદ્ધ રત્નત્રયના પરિણામમાં અંતર્થાપક થઈને, તેના આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તે નિર્મળ પરિણામને ગ્રહે છે તેમ વ્યવહારના શુભરાગને તેના આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ગ્રહતો નથી. રાગ છે એ તો પુદ્ગલનું પ્રાપ્ય કર્મ છે. પુદ્ગલ તેને ગ્રહે છે, પુદ્ગલ તે-રૂપે પરિણમે છે; પુદ્ગલ તે–રૂપે ઊપજે છે.
ભાઈ! ધ્યાન રાખે તો આ સમજાય એવું છે. આ તો સના શરણે જવાની વાત છે. દુનિયા ન માને તેથી શું? સત્ તો ત્રિકાળ સત્ જ રહેશે. આત્મા અનંત શક્તિનું ધામ ચૈતન્યસ્વભાવી ભગવાન છે. એ ત્રિકાળી ધ્રુવ પ્રભુને ગ્રહતાં, એનો આશ્રય લેતાં જે શક્તિરૂપે છે તે વ્યક્તિરૂપે પ્રગટ થયો. ત્યાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના નિર્મળ પરિણામ થયા તેની આદિ-મધ્ય-અંતમાં આત્મા છે. પરંતુ રાગના આદિ-મધ્ય-અંતમાં આત્મા નથી. તેથી આત્મા રાગપરિણામને કરતો નથી. વ્યવહાર રત્નત્રયનો શુભરાગ જે બાહ્યસ્થિત પદ્રવ્યના પરિણામ છે તેને આત્મા પ્રતો નથી. તેથી જ્ઞાની-ધર્મી તે શુભરાગનો કર્તા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૭ ]
[ ૧૩૩
પ્રશ્નઃ- સવિકલ્પહારથી નિર્વિકલ્પતાની વાત પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કરી છે ને?
ઉત્ત૨:- ભાઈ ! એનો અર્થ એવો છે કે આવો વિકલ્પ હતો તેને છોડીને નિર્વિકલ્પતા થાય છે, –આવું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. પરંતુ આવા વિકલ્પ આવે માટે એનાથી નિર્વિકલ્પદશા થાય એમ અર્થ નથી. એ તરફનું લક્ષ છોડે ત્યારે નિર્વિકલ્પતા થાય છે. લોકોને શુભભાવ છોડવાનું આકરું પડે છે; પણ શું થાય ? શુભભાવ તો જે નિગોદમાં જીવો પડયા છે તેમને પણ નિરંતર થાય છે. ક્ષણે શુભ, ક્ષણે અશુભ-એમ શુભાશુભની નિરંતર ધારા વહે છે. એક શરીરમાં નિગોદના જે અનંત જીવ છે તેમને ક્ષણેક્ષણે શુભાશુભ થયા જ કરે છે. એ કાંઈ નવીન નથી.
પ્રશ્ન:- પ્રવચનસારની ગાથા ૨૪૫માં શુભોપયોગી પણ શ્રમણ છે એમ કહ્યું છે ને ?
ઉત્ત૨ઃ- એ તો ધર્મપરિણત મુનિની વાત કરી છે. શુદ્ધોપયોગી નિરાસ્રવ છે અને શુભોપયોગ હોય ત્યાં સુધી સાસ્રવ છે. ધર્મપરિણત મુનિ ત્રણ કષાયના અભાવવાળો છે ત્યારે તો તેને મુનિ હ્યો છે. તેને શુભોપયોગ હોય છતાં શ્રમણ કહેવામાં આવ્યો છે. પણ એકલા શુભભાવવાળા મુનિની ત્યાં વાત નથી. એવા શુભભાવ તો અજ્ઞાનીએ અનંતવાર કર્યા છે. શુભભાવ હો, પણ એ કાંઈ ધર્મ છે કે ધર્મનું કારણ એમ નથી. હોય છે એ જાણવા માટે છે. બાપુ! આવું વીતરાગનું હેલું શુદ્ધ તત્ત્વ પકડે નહિ એને ધર્મ કેમ થાય ?
હવે કહે છે− માટે, જો કે જ્ઞાની પોતાના પરિણામને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.'
જ્ઞાની પોતાના પરિણામને જાણે છે, જાણવાનું કામ કરે છે. કરે છે માટે ભેગું રાગનું કાર્ય પણ તે કરે છે એમ નથી એમ કહે છે. જ્ઞાની પોતાના પરિણામ એટલે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રયના મોક્ષમાર્ગના પરિણામને કરે છે તોપણ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પર દ્રવ્ય પરિણામસ્વરૂપ કર્મ તેને તે કરતો નથી. તેથી તેને પુદ્દગલ સાથે કર્તાકર્મભાવ નથી.
જુઓ, બે જ ભાગ પાડયા છે. એકકોર સ્વભાવ, બીજી કોર વિભાવ. ભાઈ! ભેદજ્ઞાન કરવાની આ વાત છે. વિભાવની સાથે જીવને એકતાબુદ્ધિ છે એ જ મા મિથ્યાત્વની ગાંઠ છે. વિભાવમાં તાદાત્મ્યનો અભ્યાસ છે એ જ મિથ્યાત્વ છે. એ વિભાવ અને શુદ્ધ ચૈતન્યસ્વભાવની ભિન્નતા કરવી એ વસ્તુના સ્વભાવરૂપ સમ્યગ્દર્શન છે.
ભાઈ! નવમી ત્રૈવેયક જાય એવા શુભભાવ અનંતવા૨ ર્યા, છતાં એને ધર્મ થયો નહિ. અને એનાથી કોઈને ધર્મ થયો પણ નથી. વસ્ત્ર છેડયાં માટે મુનિપણું આવી ગયું એમ નથી. સ્વમાં ઉગ્ર આશ્રય થાય ત્યારે ચારિત્ર પ્રગટે છે. પરંતુ વ્યવહારની ક્રિયા પાળે છે માટે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ ચારિત્ર પ્રગટે છે એમ નથી. ચારિત્ર તો આત્માનો ગુણ છે, વીતરાગી શક્તિ છે. એનો આશ્રય લઈને વિશેષ એકાગ્ર થાય ત્યારે તેને ચારિત્રદશા પ્રગટ થાય છે. એવા ચારિત્રવંતને તે કાળમાં પંચમહાવ્રતાદિના પરિણામ હોય છે અને તેને વ્યવહાર કહેવામાં આવે છે. અજ્ઞાનીને વ્યવહાર કેવો ? સમયસાર ગાથા ૪૧૩માં ત્રણ બોલ કહ્યા છે–તેઓ (અજ્ઞાનીઓ) અનાદિરૂઢ, વ્યવહારમૂઢ, નિશ્ચય પર અનારૂઢ વર્તતા થકા ભગવાન સમયસારને દેખતાઅનુભવતા નથી એમ કહ્યું છે. જેને આત્મદર્શન થયું નથી અને બાહ્ય વ્યવહારને પાળે છે તેને અનાદિરૂઢ વ્યવહારમૂઢ કહ્યો છે. જાણનાર જાગ્યો નથી તેને વ્યવહાર કેવો? આ વસ્તુસ્થિતિ છે.
અહીં કહે છે કે-જ્ઞાની પોતાના પરિણામને જાણે છે તોપણ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ તેને નહિ કરતા એવા જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મપણું નથી. કેટલી સ્પષ્ટતા છે!
ગાથા ૭૬ માં કહ્યું હતું તે અનુસાર અહીં પણ ભાવાર્થ જાણવો. ત્યાં ગાથા ૭૬ માં “પુદ્ગલકર્મને જાણતો જ્ઞાની” એમ હતું એને બદલે અહીં “પોતાના પરિણામને જાણતો જ્ઞાની” એમ કહ્યું છે. બસ આટલો ફેર છે. લ્યો, ગાથા ૭૭ પૂરી થઈ. [ પ્રવચન નં. ૧૩૩ શેષ, ૧૩૪ (ચાલુ) * દિનાંક ૨૨-૭-૭૬ અને ૨૩-૭-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૭૮ पुद्गलकर्मफलं जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति વેત
ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। णाणी जाणतो वि हु पोग्गलकम्मप्फलमणंतं ।। ७८।।
नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये।
ज्ञानी जानन्नपि खलु पुद्गलकर्मफलमनन्तम्।।७८।। હવે પૂછે છે કે પુગલકર્મના ફળને જાણતા એવા જીવને પુદગલ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું) છે કે નથી? તેનો ઉત્તર કહે છે
પુગલકરમનું ફળ અનંતે જ્ઞાની જીવ જાણે ભલે,
પદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૮. ગાથાર્થઃ- [ જ્ઞાન] જ્ઞાની [ પુત્ર નર્મનન્] પુદ્ગલકર્મનું ફળ [ અનન્તર્] કે જે અનંત છે તેને [નાનનું પિ] જાણતો હોવા છતાં [૨] પરમાર્થે [પદ્રવ્યપર્યાય] પદ્રવ્યના પર્યાયરૂપ [ 7 ] પરિણમતિ] પરિણમતો નથી, [ ન ગૃતિ] તેને ગ્રહણ કરતો નથી અને [ ન ઉત્પદ્યતે] તે રૂપે ઊપજતો નથી.
ટીકા - પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું સુખદુ:ખાદિરૂપ પુદ્ગલકર્મફળસ્વરૂપ જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં પુદ્ગલદ્રવ્ય પોતે અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે રૂપે પરિણમતું અને તે રૂપે ઊપજતું થયું, તે સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળને કરે છે; આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતું જે સુખદુ:ખાદિરૂપ પુદ્ગલકર્મફળ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી અને તે રૂપે ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મના ફળને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.
ભાવાર્થ:- ૭૬મી ગાથામાં કહ્યું હતું તે અનુસાર અહીં પણ જાણવું. ત્યાં “પુદ્ગલકર્મને જાણતો જ્ઞાની” એમ હતું તેને બદલે અહીં “પુગલકર્મના ફળને જાણતો જ્ઞાની” એમ કહ્યું છે–એટલું વિશેષ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ સમયસાર ગાથા ૭૮: મથાળું હવે પૂછે છે કે પુગલકર્મના ફળને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? ૭૬મી ગાથામાં પગલકર્મ એટલે રાગને જાણતા જ્ઞાનીની વાત કરી હતી. અહીં પુદ્ગલકર્મનું ફળ જે હુરખ-શોકના ભાવ તેને જાણતા જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તા-કર્મભાવ છે. કે નથી?–તે વાત કરે છે. જુઓ, હરખશોકના ભાવ એ પુદ્ગલકર્મનું ફળ છે અને અતીન્દ્રિય આનંદ એ આત્માનું ફળ છે.
- પ્રવચનસારમાં આવે છે કે શુદ્ધોપયોગરૂપ કર્મનું ફળ આનંદ છે. ત્યાં શુદ્ધોપયોગને કર્મ કહ્યું છે. આત્માના પરિણામ શુદ્ધોપયોગ છે, નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર છે. તેનું કર્મફળ આનંદ છે.
અહીં રાગદ્વેષના પરિણામ તે પુદ્ગલકર્મ છે. એનું ફળ હુરખ, શોક, દુઃખ છે. અરે ! ભગવાનના આ ભરતમાં વિરહ પડ્યા! સમોસરણસ્તુતિમાં આવે છે કે-રે! રે! સીમંધર જિનના વિરહા પડ્યા આ ભારતમાં અને આ બધો ગોટો ઊઠ્યો. શિષ્ય પૂછે છે કે પુદ્ગલકર્મ જે શુભાશુભ રાગ છે એનું ફળ જે સુખ-દુઃખ, હરખ-શોક તેને જાણતા જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? હરખ-શોકના ભાવ થાય એને જાણે છે એટલો સંબંધ તો છે, તો એને ભોગવે છે કે નહિ? એની સાથે કર્તાકર્મનો સંબંધ છે કે નહિ? આ પ્રશ્નનો ઉત્તર ગાથામાં કર્યું છે
* ગાથા ૭૮-ટીકા ઉપરનું પ્રવચન * જુઓ, ‘પૂરધ્વજ્ઞાણ'–પરદ્રવ્યપર્યાય શબ્દ પાઠમાં પડ્યો છે. ૭૬, ૭૭ અને ૭૮ ત્રણે ગાથામાં આ શબ્દ પડયો છે. એટલે કે દયા, દાન આદિ વિકલ્પો અને હરખ-શોકના પરિણામ એ બધા પરદ્રવ્યની પર્યાયરૂપ પરિણામ છે એમ અહીં કહે છે.
“પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળસ્વરૂપ જે કર્મ, તેનામાં પુદ્ગલ દ્રવ્ય પોતે અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે રૂપે પરિણમતું અને તે રૂપે ઊપજતું થયું, તે સુખદુ:ખાદિરૂપ પુદ્ગલ કર્મફળને કરે છે.'
શું કહે છે? જે હરખ-શોકના પરિણામ થાય છે તે પુદ્ગલનું પ્રાપ્ય એટલે ધ્રુવ છે. ધ્રુવ છે. એટલે જે પરિણામ થવાના છે તે જ થયા છે; અને તેને પુદ્ગલ પ્રાપ્ત કરે છે, આત્મા પ્રાપ્ત કરતો નથી. જુઓ, અહીં દ્રવ્યદૃષ્ટિ અને સ્વભાવની અપેક્ષાથી આ વાત છે. જ્યારે જ્ઞાનપ્રધાન શૈલી હોય ત્યારે એ સુખ-દુ:ખના પરિણામનું ભોક્તાપણું જીવન છે, તથા રાગ-દ્વેષ, સુખ-દુ:ખની અવસ્થા જીવની છે એમ કથન આવે. જીવ પોતે તે રૂપે પરિણમે છે અને તેનું કર્તાપણું જીવન છે એમ જ્ઞાનનય જાણે છે. ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ વિકારી પરિણામ જીવના નથી. પરંતુ પર્યાયનું જ્ઞાન કરવાની અપેક્ષાથી વિકારી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૮ ]
[ ૧૩૭ પરિણામ જીવની પર્યાયમાં પોતાથી થયા છે. આમ જ્યાં જે અપેક્ષાથી કથન હોય ત્યાં તે પ્રમાણે સમજવું જોઈએ.
પ્રાપ્ય એટલે ધ્રુવ-એટલે કે હરખ-શોકના પરિણામ તે સમયે જે થવાના છે તે જ થયા છે તે પ્રાપ્ય, વિકાર્ય એટલે પરિણમતું અને નિર્વત્થ એટલે ઊપજતું, એવું વ્યાપ્યલક્ષણવાળું સુખ-દુઃખ, હરખ-શોક, રતિ-અરતિ આદિ જે પરિણામ છે તે પુદ્ગલકર્મફળસ્વરૂપ છે એમ કહે છે. ભગવાન આત્માનો પાક તો આનંદસ્વરૂપ છે. એનું ફળ તો આનંદ છે. નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મા-એનું શુદ્ધોપયોગરૂપ જે કર્મ તેનું ફળ આનંદ છે. પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું ફળ આવે તે આત્માના પરિણામ છે. અને સુખદુઃખના જે વિભાવ પરિણામ છે તે આત્માના પરિણામ નહિ, એ તો પુદ્ગલના પરિણામ છે. હરખ-શોક આદિના પરિણામ પુદ્ગલકર્મફળસ્વરૂપ છે.
પ્રશ્ન: આપ વિકારી પરિણામને પુદ્ગલના પરિણામ કેમ કહો છો?
ઉત્તર:- ભાઈ ! વિકાર છે તે વસ્તુના સ્વરૂપમાં નથી. વસ્તુમાં એટલે આત્મામાં એવો કોઈ ગુણ કે શક્તિ નથી જે વિકારને કરે. તેથી તેને પર ગણીને પુદગલના પરિણામ કહીને ભિન્ન પાડી નાખ્યા, અને ચૈતન્યસ્વરૂપ આત્માને તેનાથી ભિન્ન કરી નાખ્યો છે. ચૈતન્યસ્વરૂપને દ્રવ્ય-ગુણ-પર્યાયથી ભિન્ન પાડી વિકારથી ભેદજ્ઞાન કરાવ્યું છે. ચૈતન્યના દ્રવ્ય-ગુણથી તો વિકાર ભિન્ન છે જ, પરંતુ પર્યાયથી પણ વિકારને ભિન્ન પાડવા તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે. એકાંત છોડીને જે અપેક્ષા હોય તે અપેક્ષાથી યથાર્થ સમજવું જોઈએ.
પુદ્ગલકર્મફળ જે કર્તાનું કાર્ય થયું તેનામાં પુગલદ્રવ્ય અંતર્થાપક થઈને, આદિ-મધ્યઅંતમાં વ્યાપીને તે હરખ-શોકરૂપ પુદ્ગલકર્મફળને કરે છે. હરખ-શોકના ભાવ કરે એવી આત્મામાં કોઈ શક્તિ નથી. આનંદનો નાથ એવો ભગવાન આત્મા હરખ-શોક આદિરૂપે કેમ પરિણમે ? એ તો આનંદરૂપે પરિણમે એવો તેનો સ્વભાવ છે. ધર્મ પણ આનંદરૂપ જ છે. એ આનંદના પરિણામ તે જીવનું પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વટ્યરૂપ કર્મ છે અને હરખ-શોક આદિ વિકારના પરિણામ પુદ્ગલનું કર્મ છે. કહે છે કે હરખ-શોક આદિ ભાવમાં પુદ્ગલદ્રવ્ય અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને કરે છે. હરખ-શોકની પર્યાયમાં, જીવની નબળાઈ હતી માટે એ ભાવ થયો એમ નહીં. જીવની નબળાઈથી વિપરીતપણે પરિણમ્યો માટે હુરખશોક થવામાં જીવનો કાંઈક અંશ છે એ વાત અહીં નથી. સ્વભાવમાં વિભાવ છે જ નહિ પછી એનો અંશ કયા થી આવ્યો? મધ્યસ્થ થઈને પોતાનો પક્ષ છોડીને સમજે તો આ સમજાય એવું છે.
અહો ! આચાર્ય ભગવંતોએ કમાલ કામ કર્યા છે. દિગંબર આચાર્યો ધર્મના સ્થંભ હતા. તેઓએ ધર્મની સ્થિતિ યથાવત્ ઊભી રાખી છે. અહીં કહે છે કે પુણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ પાપના ભાવનું ફળ જે હરખશોકના પરિણામ એ પુદ્ગલનું કાર્ય છે, જીવનું નહિ; સ્વદ્રવ્યસ્વરૂપ ભગવાન આત્માનું એ કાર્ય નહિ. પુદ્ગલ તેમાં આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહે છે, પહોંચે છે. તે કાળનું તે પુગલનું વ્યાપ્ય છે, આત્માનું નહિ. પુદ્ગલકર્મ તે-રૂપે પરિણમતું, તે-રૂપે ઊપજતું થયું તે સુખદુ:ખાદિ પુદ્ગલકર્મફળને કરે છે.
હવે કહે છે-“આમ પુદ્ગલ દ્રવ્ય વડે કરવામાં આવતું જે સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, આદિમધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી.”
જુઓ, પુદગલકર્મફળને જ્ઞાની જાણે છે એ વ્યવહાર કહ્યો. તે સંબંધીનું જ્ઞાન થાય છે તેથી કર્મફળને જાણે છે એમ કહ્યું. ખરેખર તો જ્ઞાની પોતાને જાણે છે. જેવી સુખદુ:ખની કલ્પના થઈ એવું જ જ્ઞાન અહીં જાણે છે તેથી એનું જ્ઞાન છે એમ કહ્યું પણ જ્ઞાન તો આત્માનું છે. જેવો હરખશોકનો ભાવ થાય તેવું તે પ્રકારનું અહીં જ્ઞાન થાય છે. તેથી કહ્યું કે જ્ઞાની પુદ્ગલકર્મફળને જાણતો, જેમ માટી ઘડામાં અંતર્થાપક થઈને ઘડાને ગ્રહે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને તેને ગ્રહતો નથી. હરખશોકના પરિણામને ધર્મી જીવ ગ્રતો નથી, તે-રૂપે પરિણમતો નથી, તે-રૂપે ઊપજતો નથી. પુદ્ગલકર્મના ઉદયમાં લક્ષ જતાં જે સુખદુ:ખના પરિણામ થાય એ પુદ્ગલના પરિણામ છે; ભગવાન આત્માના એ ભાવ છે જ નહિ. અહીં તો જ્ઞાનીની વ્યાખ્યા છે ને? ધર્મી જીવની દષ્ટિ ત્રિકાળી સ્વભાવ ઉપર હોવાથી, નિર્વિકારી દશા એનું પ્રાપ્ય, વિકાર્ય, નિર્વત્થ કર્મ છે, પણ વિકાર એનું કર્મ નથી. જ્ઞાની વિકારનો કર્તા નથી.
અહાહા...! માટી ઘડામાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, કુંભાર નહિ. ઘડાની આદિમાં માટી છે, કુંભાર તેની આદિમાં નથી. માટી ઘડામાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં પ્રસરીને ઘડાને ગ્રહે છે, પણ કુંભાર ઘડામાં પ્રસરે છે એમ નથી. ઘડાની પર્યાય તે માટીનું પ્રાપ્ય છે, ધ્રુવ છે. તે કાળે ઘડાની પર્યાય ધ્રુવ છે એટલે ચોક્કસ છે અને માટી તેને ગ્રહે છે. પૂર્વની પર્યાય જે પિંડરૂપ હતી તેનો વ્યય થઈને ઘડાની પર્યાય થઈ તે માટીનું વિકાર્ય છે, કુંભારનું નહિ. કુંભારની પર્યાયમાં કુંભાર હોય. કુંભાર પોતાની પર્યાયમાં વ્યાપીને પોતાની પર્યાયનો કર્તા થાય, પણ ઘડાનો નહિ. પરની પર્યાયમાં કુંભારનું વ્યાપ્યવ્યાપકપણે કયાં છે? નથી જ)
તેમ જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, આદિમધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી. નિર્મળ જ્ઞાન અને આનંદ એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૮ ]
| [ ૧૩૯ ભગવાન આત્માની પર્યાય છે અને સુખ-દુ:ખના પરિણામ એ તો બાઘસ્થિત એવા પદ્રવ્યની પર્યાય છે. એને જ્ઞાની જાણતો હોવા છતાં તેમાં પોતે અંતર્થાપક થઈને, પ્રસરીને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી, ઊપજતો નથી; કેમકે ભગવાન આત્મા પોતે જ્ઞાતા-દષ્ટાના ભાવસ્વરૂપ છે. બહુ ઝીણી વાત, ભાઈ !
આવી સૂક્ષ્મ વાત પકડાય નહિ એટલે શુભભાવ કરો, શુભભાવથી ધર્મ થશે એમ કેટલાક માને છે. પણ ભાઈ ! એવો આ માર્ગ નથી. શુભભાવ એ આત્માનું કર્તવ્ય નથી. એ ધર્મ નથી, એનાથી ધર્મ નથી અને એ ધર્મનું કારણ પણ નથી. આ વાત સાંભળીને કેટલાક કહે છે કે આમાં કાંઈક સુધારો કરો. અરે ભાઈ ! શું સુધારો કરવો? શુભભાવ જે કર્મનું પ્રાપ્ય છે, પુદ્ગલના પરિણામ છે તેનાથી જીવના પરિણામને લાભ થાય એમ કેમ બને? જે પુગલનું કાર્ય છે એનાથી આત્માને સમ્યગ્દર્શનનું કાર્ય થાય એમ કદીય બની શકે ખરું? એમ કદીય ન બને. કેમકે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના વીતરાગી પરિણામમાં તેના આદિ-મધ્ય-અંતમાં ભગવાન આત્મા અંતર્થાપક થઈને તેને ગ્રહે છે. એ નિર્મળ પરિણામ જીવનું પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યું કર્મ છે, પુદ્ગલનું નહિ. નિર્મળ પરિણામની આદિમાં આત્મા છે, તેની આદિમાં શુભભાવ નથી.
શુભભાવ તો પૂર્વે અનંતવાર થયા છે. શુભભાવની શું વાત કરવી ? નવમી રૈવેયક જાય એવા શુભભાવ પણ અનંતવાર થયા છે. છતાં એવો શુભભાવ પણ ધર્મનું કારણ થયો નહિ. ભાઈ ! ધર્મની વીતરાગી પર્યાય થાય એનું કારણ તો પોતે શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય છે. તેના કારણ તરીકે શુભભાવને માનવો એ તો મોટી હિંસા છે. અહીં સ્પષ્ટ કહે છે ને કે જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં, હુરખ-શોકના પરિણામમાં અંતર્થાપક થઈને તેને ગ્રહતો નથી; તેને જાણે છે, એ પણ પોતામાં રહીને તે કાળે જે પરિણામ (જ્ઞાનના) થવાના છે તે પ્રાપ્યને જાણે છે. જેમ રાગ-દ્વેષના, સુખ દુઃખના ભાવ તે કાળે જે ધ્રુવપણે નિશ્ચિતપણે જે થવાના છે તેને પુદગલ પ્રાપ્ત કરે છે તેમ ભગવાન આત્મા તે જ કાળે સ્વ અને પરને જાણે એવા જે પ્રાપ્ય-ધ્રુવ છે તે જ જ્ઞાનપરિણામને પ્રાપ્ત કરતો, તે રૂપે પરિણમતો અને તે રૂપે ઊપજતો પોતાના કર્મને–વીતરાગી પરિણામને કરે છે. અરે ! જન્મ-મરણથી છૂટવાનો પંથ તો આ છે, ભાઈ ! ન સમજાય અને કઠણ પડ એટલે શું માર્ગ બદલાઈ જાય ? કદી ન બદલાય. હરખશોક, સુખ-દુ:ખ આદિ વિકારી દશા તે પુદ્ગલકર્મનું ફળ છે, તે આત્માનું ફળ નથી.
પ્રશ્ન:- તો શું જ્ઞાનીને પર્યાયમાં દુઃખ છે જ નહિ?
ઉત્તર- ભાઈ ! એમ સમજવું યથાર્થ નથી. અહીં તો વસ્તુ અને તેના સ્વભાવની અપેક્ષાએ વાત છે. દષ્ટિ અને દષ્ટિના વિષયની અપેક્ષાએ આ વાત છે. પણ તે વખતે જે જ્ઞાન થાય છે તે જ્ઞાન તો ત્રિકાળીને પણ જાણે છે અને વર્તમાન જે દુ:ખની પરિણતિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ છે તેને પણ જાણે છે કે મારામાં મને આ દુ:ખની પરિણતિ છે; તેને ભોગવે પણ છે. આ સ્યાદ્વાદ વચન છે. રાગને ભોગવે છે એવો ભોક્તા નય છે અને રાગને કરે છે એ કર્તાય છે. રંગરેજ જેમ રંગને કરે છે તેમ ભગવાન આત્મા જેટલો રાગરૂપે પરિણમે છે તેટલો એ રાગનો કર્તા છે. રાગ કરવા લાયક છે એમ નહિ, પણ પરિણમે છે માટે કર્તા કહેવામાં આવે છે. જુઓ તો ખરા સંતોની આત્મલીલા! જાણે અને વેદ-જ્ઞાનપ્રધાન કથનમાં એમ વાત આવે, અને દૃષ્ટિ અને દષ્ટિના વિષયની પ્રધાનતાથી એમ કહે કે રાગનું પરિણામ તે પુગલનું કાર્ય છે, જીવનું નહિ; કેમકે દષ્ટિ છે તે પૂર્ણાનંદનો નાથ પ્રભુ શુદ્ધ ચૈતન્યઘન જે આત્મા છે તેને પકડ છે. એટલે એની પરિણતિ નિર્મળ જ થાય.
જ્ઞાની, જે અશુદ્ધ પરિણામ થયા તેને પોતામાં રહીને જાણે પણ તેને પકડે નહિ, ગ્રહે નહિ, વેદે નહિ. ગજબ વાત કરી છે ને! અહાહા...! દષ્ટિ પૂર્ણાનંદના નાથને પકડે એટલે એના પરિણમનમાં વિકાર અને સુખદુઃખ હોઈ શકે નહિ. આ અપેક્ષાએ વિકારી પરિણામનું કર્મ અને હુરખશોકનું કાર્ય પુદ્ગલમાં નાખી એને જાણનાર રાખ્યો છે. પણ તેથી સર્વથા એમ ન માની લેવું કે જ્ઞાનીને સુખદુઃખ છે જ નહિ. જુઓ, ટીકાકાર આચાર્ય અમૃતચંદ્રસ્વામી સ્વયં ત્રીજા કળશમાં કહે છે કે મારી પરિણતિ હજુ (સંજ્વલન) રાગાદિની વ્યામિ વડે કલુષિત છે. હજા પર્યાયમાં કલુષિત ભાવ છે પણ આ ટીકાના કાળમાં મારી દષ્ટિનું જોર નિર્મળ ચૈતન્યસ્વભાવ પર છે તેથી મને અવશ્ય પરમ વિશુદ્ધિ થશે. અહો ! આચાર્યની કોઈ ગજબ ગંભીર શૈલી છે!
પંચાસ્તિકાયમાં તો આચાર્યદેવે એમ સિદ્ધ કર્યું છે કે એની પરિણતિમાં જે વિકાર છે એનું જ (પર્યાયનું) કર્તવ્ય છે, પર્યાયનું સ્વતંત્ર કાર્ય છે. જેટલે દરજ્જ રાગ થાય છે તેટલે દરજ્જ રાગ એનો કર્તા, રાગ એનું કર્મ, રાગનું સાધન પણ રાગ પોતે, રાગનો આધાર પણ રાગ ઇત્યાદિ. દ્રવ્ય-ગુણ એનું કારણ નથી. ત્યાં પર્યાયનું અસ્તિત્વ સિદ્ધ કરવું છે ને. તેથી કહે છે કે સુખદુ:ખના પરિણામ સ્વયં પકારકરૂપે પરિણમીને પોતાથી સ્વતંત્ર થાય છે. પરંતુ અહીં દ્રવ્યદૃષ્ટિની મુખ્યતાથી વાત છે. પર્યાયદષ્ટિ ગઈ અને દ્રવ્યદૃષ્ટિ થઈ ત્યારે ત્યારે સુખ-દુઃખના પરિણમનનું વેદન જ્ઞાનીને નથી. વળી એ જ વખતે સાથે રહેલું જ્ઞાન એમ જાણે છે કે જેટલું સુખદુ:ખનું પરિણમન છે એટલું મારું કર્તુત્વ અને ભોıત્વ છે. અહા ! આવી જ્ઞાનીની અજબ લીલા છે!
અરે પ્રભુ! તું કયાં છો? તો કહે છે કે હું તો મારા જાણવાના પરિણમનમાં છે. જેટલું રાગનું પરિણમન થાય તે પુદ્ગલનું છે. હું તો એનો જાણનાર છું. તથા પર્યાયને જોઉં છું તો રાગ અને સુખદુઃખનું જેટલું કર્તુત્વ અને વેદન છે તે મારામાં છે એમ જાણું છું. આમ બંને અપેક્ષાનું જ્ઞાન યથાર્થ હોય છે.
દષ્ટિ અને દૃષ્ટિના વિષયમાં તો વિકારી પરિણમનનું કર્તવ્ય અને વેદન છે જ નહિ. ભગવાન આત્મા અનંતગુણનો પિંડ છે. એમાં વિકારને કરે એવો ક્યો ગુણ છે? એકેય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૮ ]
[ ૧૪૧ નહિ. એ અપેક્ષાએ ગુણીને પકડતાં ભગવાન આત્મામાં રાગનું કર્તવ્ય અને સુખદુ:ખનું વેદન નથી. દષ્ટિનો વિષય તો એકલો અભેદ છે. દષ્ટિના વિષયમાં ભેદ અને પર્યાય નથી. દષ્ટિ પોતે નિર્વિકલ્પ છે અને તેનો વિષય પણ અભેદ નિર્વિકલ્પ છે. એના વિષયમાં જે બધા ગુણો છે તે પવિત્ર છે. અહાહા...! આવા પવિત્ર ધ્યેયવાળી દષ્ટિ એમ માને છે કે આ રાગના દયા, દાન, વ્રતાદિના અને સુખદુ:ખના જે પરિણામ થયા તે બધું પુદ્ગલનું કાર્ય છે, હું તો તેનો જાણનાર (સાક્ષી) છું, હું એનો કરનારો કે એનો ભોગવનારો નહિ પરંતુ દષ્ટિની સાથે જે જ્ઞાન (પ્રમાણજ્ઞાન) છે તે તે કાળે ત્રિકાળી શુદ્ધનેય જાણે છે અને વર્તમાન થતા રાગ અને સુખ-દુ:ખના વેદનની દશાને પણ જાણે છે. જાણે છે એટલે કે રાગનું વેદન પર્યાયમાં છે એમ જાણે છે.
જુઓ, વસ્તુ અને વસ્તુના સ્વભાવનું જે પરિણમન છે એનાથી સુખદુ:ખના પરિણામ બાહ્યસ્થિત છે. અંતરમાં કે અંતરની પરિણતિમાં એ ક્યાં છે? (નથી). ધર્મી જીવ બાહ્યસ્થિત એવા પરદ્રવ્યપરિણામમાં અંતર્થાપક થઈને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને એને ગ્રહતો નથી. એટલે કે એ પરદ્રવ્યપરિણામ એનાથી થયા છે એમ નથી. શુદ્ધસ્વભાવથી સુખદુઃખના વિકારી પરિણામ કેમ થાય ? પરંતુ પર્યાયમાં પોતાની યોગ્યતાથી સુખદુ:ખના જે પરિણામ થાય તેને જનારું જ્ઞાન એમ જાણે છે કે પર્યાયમાં સુખદુઃખનું વેદન છે. અહાહા....! માર્ગ તો આવો છે, પ્રભુ! આવો ભગવાનનો અનેકાંત માર્ગ છે. અનેકાંત એટલે અનેક અંત-ધર્મ. સ્વભાવની દિષ્ટિએ રાગના પરિણામ જીવના નહિ અને પર્યાયષ્ટિએ જોતાં એ પરિણામ જીવના છે. ભાઈ ! વસ્તુનું સ્વરૂપ આવું છે. ભગવાને કાંઈ કર્યું નથી, ભગવાને તો એવું જાણું તેવું કહ્યું છે.
હવે કહે છે-“માટે, જોકે જ્ઞાની સુખદુ:ખાદિરૂપ પુદ્ગલકર્મના ફળને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે એવું જે વ્યાણલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.' હરખશોકના ભાવને જ્ઞાની કરતો નથી એમ કહે છે. તેને જાણે ભલે, પોતાની જ્ઞાનપર્યાયની આદિમાં જ્ઞાતા છે તેથી જાણે ભલે, પણ એને કરે અને ભોગવે તે જ્ઞાનીનું સ્વરૂપ નથી.
૭૬મી ગાથામાં કહ્યું હતું તે અનુસાર અહીં પણ ભાવાર્થ જાણવો. ત્યાં “પુદ્ગલકર્મને જાણતો જ્ઞાની” એમ કહ્યું હતું તેને બદલે અહીં “પુદ્ગલકર્મના ફળને જાણતો જ્ઞાની ” એમ કહ્યું છે એટલું વિશેષ છે. ગાથા ૭૮ પૂરી થઈ.
[ પ્રવચન નં. ૧૩૩ શેષ, ૧૩૪ ચાલુ * દિનાંક ૨૩-૭-૭૬ અને ૨૪-૭-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૭૯
जीवपरिणामं स्वपरिणामं स्वपरिणामफलं चाजानतः पुद्गलद्रव्यस्य सह जीवेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति चेत्
ण विपरिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए । पोग्गलदव्वं पि तहा परिणमदि सएहिं भावेहिं ।। ७९ ।।
नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये। पुद्गलद्रव्यमपि तथा परिणमति स्वकैर्भावैः।। ७९ ।।
હવે પૂછે છે કે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતા એવા પુદ્દગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું) છે કે નથી? તેનો ઉત્તર કહે છે:
એ રીત પુદ્ગલદ્રવ્ય તે પણ નિજ ભાવે પરિણમે, પદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૯.
ગાથાર્થ:- [ તથા] એવી રીતે [પુ
દ્રવ્યમ્ અપિ] પુદ્દગલદ્રવ્ય પણ [પરદ્રવ્યપર્યાય ] પરદ્રવ્યના પર્યાયરૂપ [ન અપિ પરિણમતિ] પરિણમતું નથી, [ત્ત વૃદ્ઘાતિ] તેને ગ્રહણ કરતું નથી અને [ત્ત ઉત્પદ્યતે] તે-રૂપે ઊપજતું નથી; કારણ કે તે [ સ્વò: માવૈ: ] પોતાના જ ભાવોથી ( –ભાવોરૂપ ) [ પરિણમતિ ] પરિણમે છે.
ટીકા:- જેમ માટી પોતે ઘડામાં અંતર્ધ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે તેમ જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુદ્દગલદ્રવ્ય પોતે પરદ્રવ્યના પરિણામમાં અંતર્ધ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું નથી, તે-રૂપે પરિણમતું નથી અને તે-રૂપે ઊપજતું નથી; પરંતુ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પોતાના સ્વભાવરૂપ કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં ( તે પુદ્દગલદ્રવ્ય ) પોતે અંતર્ધ્યાપક થઈને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને જ ગ્રહે છે, તે-રૂપે જ પરિણમે છે અને તે-રૂપે જ ઊપજે છે; માટે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુદ્દગલદ્રવ્ય પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતું હોવાથી, તે પુદ્દગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ
નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૯ ]
[ ૧૪૩
(સધરા)
ज्ञानी जानन्नपीमां स्वपरपरिणतिं पुद्गलश्चाप्यजानन् व्याप्तृव्याप्यत्वमन्तः कलयितुमसहौ नित्यमत्यन्तभेदात्। अज्ञानात्कर्तृकर्मभ्रममतिरनयोर्भाति तावन्न यावत् विज्ञानार्चिश्चकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः ।। ५० ।।
ભાવાર્થ:- કોઈ એમ જાણે કે પુદ્દગલ કે જે જડ છે અને કોઈને જાણતું નથી તેને જીવની સાથે કર્તાકર્મપણું હશે. પરંતુ એમ પણ નથી. પુદ્દગલદ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતું નથી, પરિણમાવી શક્યું નથી તેમ જ ગ્રહી શકતું નથી તેથી તેને જીવ સાથે કર્તાકર્મપણું નથી. ૫૨માર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કર્તાકર્મભાવ નથી.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ જ્ઞાની] જ્ઞાની તો [ફમાં સ્વપરપરિગતિ] પોતાની અને પરની પરિણતિને [જ્ઞાનન્ અપિ] જાણતો પ્રવર્તે છે [7] અને [પુાત: અવિ અખાનન્] પુદ્દગલદ્રવ્ય પોતાની અને ૫૨ની પરિણતિને નહિ જાણતું પ્રવર્તે છે; [નિત્યમ્ અત્યન્ત–મેવાત્] આમ તેમનામાં સદા અત્યંત ભેદ હોવાથી (બન્ને ભિન્ન દ્રવ્યો હોવાથી ), [અન્ત: ] તે બન્ને પરસ્પર અંતરંગમાં [વ્યાતૃવ્યાપ્યત્વમ્] વ્યાખવ્યાપકભાવને [યિતુમ્ અસૌ] પામવા અસમર્થ છે. [અનયો: Íર્મમ્રમમતિ: ] જીવ-પુદ્દગલને ર્ડાકર્મપણું છે એવી ભ્રમબુદ્ધિ [અજ્ઞાનાત્] અજ્ઞાનને લીધે [તાવત્ મતિ] ત્યાં સુધી ભાસે છે (થાય છે) કે [યાવત્] જ્યાં સુધી [વિજ્ઞાનાર્વિ: ] ( ભેદજ્ઞાન કરનારી ) વિજ્ઞાનજ્યોતિ [વવત્ અયં] કરવતની જેમ નિર્દય રીતે (ઉગ્ર રીતે ) [સઘ: મેવમ્ ઉત્પાદ્ય] જીવ-પુદ્દગલનો તત્કાળ ભેદ ઉપજાવીને [ન વાસ્તિ] પ્રકાશિત થતી
નથી.
ભાવાર્થ:- ભેદજ્ઞાન થયા પછી, જીવને અને પુદ્ગલને કર્તાકર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી; કારણ કે જ્યાં સુધી ભેદજ્ઞાન થતું નથી ત્યાં સુધી અજ્ઞાનથી કર્તાકર્મભાવની બુદ્ધિ થાય છે.
સમયસાર ગાથા ૭૯: મથાળું
હવે પૂછે છે કે જીવના પરિણામને, પોતાના પરિણામને, પોતાના પરિણામના ફળને નહિ જાણતા એવા પુદ્દગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ છે કે નથી ?
અહીં જીવના પરિણામ એટલે વીતરાગી નિર્મળ પરિણામ, પોતાના પરિણામ એટલે રાગાદિ પરિણામ અને પોતાના પરિણામનું ફળ એટલે સુખદુઃખના પરિણામ-આ બધાને નહિ જાણતું એવું જે પુદ્દગલદ્રવ્ય તેને જીવ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? જુઓ, જીવને સ્વભાવની દૃષ્ટિ થતાં જે સ્વભાવનું નિર્મળ પરિણમન થયું તેને પુદ્દગલ જાણતું નથી. તેમ પુદ્દગલપરિણામ જે રાગાદિ ભાવ તેને પુદ્ગલ જાણતું નથી. તેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૪૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
પુદ્દગલપરિણામનું ફળ જે સુખદુઃખાદિ તેને પુદ્ગલ જાણતું નથી. આમ આત્માના પરિણામ, પુદ્દગલના પરિણામ અને પુદ્ગલપરિણામના ફળને-એ ત્રણેને પુદ્દગલ જાણતું નથી; કેમકે એ જડ છે. તો આવા પુદ્દગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ છે કે નથી ?
આગળની ૭૬-૭૭-૭૮ ગાથાઓમાં એમ હતું કે
પુદ્દગલકર્મના ભાવને જાણતા એવા આત્માને પુદ્દગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? આ એક વાત કરી.( ૭૬ )
પોતાના નિર્મળ પરિણામને જાણતા એવા જીવને પુદ્દગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી ? આ બીજી વાત કરી.(૭૭)
પુદ્દગલકર્મના ફળને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? આ ત્રીજી વાત કરી.(૭૮ )
હવે અહીં ચોથી વાત કરે છે કે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતા એવા પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? રાગ કર્તા અને આત્મા રાગનું કાર્ય-એવો કર્તાકર્મભાવ છે કે નથી? આવું સમજવાની જિજ્ઞાસા થઈ છે એવા શિષ્યને અહીં ઉત્તર આપે છેઃ
* ગાથા ૭૯: ટીકા ઉપરનું પ્રવચન *
જુઓ, અહીં આ ગાથામાં ‘પરદ્રવ્યની પર્યાય ’ એમ શબ્દ છે એનો અર્થ આત્માની નિર્મળ પર્યાય એમ થાય છે. આ પહેલાંની ત્રણ ગાથાઓમાં ‘પરદ્રવ્ય પર્યાય' એટલે રાગ અને હરખશોકની પર્યાયની વાત હતી. અહા! સંતોએ કેવી કરુણા કરીને સત્ય જાહેર કર્યું છે! સર્વજ્ઞ ભગવાને કહેલી વાત જગત સમક્ષ જાહેર કરી છે. કહે છે
માટી પોતે ઘડામાં અંતર્ભાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે.' માટે માટી કર્તા છે અને ઘડો માટીનું કર્મ છે, કુંભારનું નહિ. કેટલાક કહે છે કે બે કર્તા હોય ત્યારે સામગ્રી પૂરી થાય છે. ઘડાના બે કર્તા-એક માટી અને બીજો કુંભાર-આમ બે કર્તા વડે ઘડારૂપી કાર્ય થાય એમ કહે છે તેનો અહીં નિષેધ કરે છે. ઘડારૂપી કાર્ય માટીથી પોતાથી જ થયું છે તેમાં કુંભાર જે નિમિત્ત છે તેને તો આરોપ કરીને કર્તા કહેવામાં આવે છે. ખરેખર નિમિત્તે કાર્ય કર્યું છે એમ છે જ નહિ. વાસ્તવિકપણે નિમિત્ત પરના કાર્યનો કર્તા છે જ નહિ.
ઘડાનો કર્તા કુંભાર ત્રણકાળમાં નથી. તેમ શરીરની, ભાષાની જે અવસ્થા થાય, દાળ, ભાત, રોટલીની ખાવાની જે ક્રિયા થાય તે ક્રિયાને તે તે કાળે જ્ઞાની તે પ્રકારના પોતાના જ્ઞાનના પરિણામથી જાણે છે, પરંતુ કાર્યનો તે કર્તા નથી. જુઓ, આ પુસ્તક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૯ ]
[ ૧૪૫
આમ ઊંચું થયું, આ ભાષા બોલાઈ–એ બધું કાંઈ જીવનું કાર્ય નથી. આ ચશ્માથી જીવ દેખેજાણે છે–એમ નથી. જીવ પોતાના જ્ઞાનથી જાણે છે, ચશ્માથી નહિ. પોતે પોતાની પર્યાયથી જીવ જાણે છે.
અનાદિનો ઊંધો અભ્યાસ છે એટલે લોકોને આ સમજવું કઠણ પડે છે. એક ભાઈ કહે કે આ વિષય ઉપર ચર્ચા કરો. અરે ભાઈ! ચર્ચા કોની સાથે કરવી? આ તો પોતાના હિત માટે સમજવાની વાત છે. તેણે કહ્યું કે આ ચશ્માથી જણાય છે કે નહિ? શું ચશ્મા વિના જણાય છે? ત્યારે કહ્યું કે બાપુ! ચર્ચા આવી ગઈ. (થઈ ગઈ ). ભાઈ! આ મારગડા તદ્દન જુદા છે. અહાહા...! ઉપાદાન અને નિમિત્ત બન્ને સ્વતંત્ર છે. જ્ઞાન પોતે જ્ઞાનથી જાણે છે, ચશ્માથી નહિ, અને ઇન્દ્રિયોથી પણ નહિ.
અન્યમતવાળા ઇન્દ્રિયોને પ્રમાણમાં ગણે છે. ઇન્દ્રિયો અને પદાર્થ બન્ને મળીને તેઓ પ્રમાણ કહે છે. પણ એમ છે નહિ. જેમાં જ્ઞાન નથી તે પ્રમાણ કેવું? ઇન્દ્રિયાદિ પ્રમાણ છે જ નહિ. આત્માનું જ્ઞાન સ્વ-પરને જાણે છે તે પ્રમાણજ્ઞાન છે. અરે! લોકોને કયાં ખબર છે! સ્વયંસિદ્ધ સ્વતંત્ર વસ્તુ પોતે–તેને પરાધીન માની બેઠા. અરે! એ તો મહા વિપરીત દષ્ટિ છે. તેઓ કહે છે–શું ચશ્મા વિના જણાય ? આંખો બંધ કરો તો જણાય ? ઇત્યાદિ. અરે ભાઈ ! આંખો બંધ થાય કે ખુલ્લી થાય-એ ક્રિયા તો જડની છે. એને શું આત્મા કરી શકે છે? બીલકુલ નહિ.
અહીં કહે છે-માટી પોતે ઘડામાં અંતર્ભાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે. એટલે કે ઘડાની પર્યાય તે કાળે માટીનું પ્રાપ્ય છે. માટીની પિંડ અવસ્થા પલટીને ઘડારૂપે પરિણમે છે તે માટીનું વિકાર્ય છે અને માટી ઘડારૂપે ઊપજે છે તે માટીનું નિર્વર્ત્ય છે. અહા! માટીનું ઘડારૂપે થવું, પરિણમવું અને નિપજવું તે એકલી માટીનું કાર્ય છે. આ દષ્ટાંત
આપીને હવે સિદ્ધાંત સમજાવે છે.
‘તેમ જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફ્ળને નહિ જાણતું એવું પુદ્ગલદ્રવ્ય પોતે પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું નથી, તે–રૂપે પરિણમતું નથી અને તે-રૂપે ઊપજતું નથી.’
જુઓ, જીવના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના વીતરાગી પરિણામ તે અહીં પરદ્રવ્યના પરિણામ છે અને રાગ-દ્વેષ તથા હરખ-શોકના પરિણામ તે પુદ્દગલદ્રવ્યના પોતાના પરિણામ છે. તે બધાને પુદ્ગલદ્રવ્ય જાણતું નથી, કેમકે તે જડ છે. નહિ જાણતું એવું એ પુદ્દગલદ્રવ્ય, જીવના જે જ્ઞાતા-દષ્ટાના શુદ્ઘરત્નત્રયના પરિણામ તેમાં અંતર્ધ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહતું નથી, પહોંચતું નથી. જીવના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ પુદ્દગલની અપેક્ષાએ અહીં પરદ્રવ્યના પરિણામ છે. તે પરિણામમાં (શુદ્ધ રત્નત્રયમાં ) અંતર્ધ્યાપક થઈને પુદ્ગલ તેને ગ્રહતું નથી. અહાહા...! પુદ્દગલ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ દ્રવ્યના જે રાગના પરિણામ, હરખ-શોકના પરિણામ-તે જીવના શુદ્ધ જ્ઞાતા-દખાના પરિણામને ગ્રતા નથી, પહોંચતા નથી, તે-રૂપે પરિણમતા નથી. ગજબ વાત છે!
જીવના પરિણામ (જ્ઞાતા-દષ્ટાના ભાવ) જે જીવનું પ્રાપ્ય છે તેને પુદ્ગલ પ્રાપ્ત કરતું નથી. પોતાના પરિણામ જે રાગાદિ ભાવ અને હરખ-શોકના પરિણામ તેને પુદ્ગલ પ્રાપ્ત કરે છે; જાણતું નથી છતાં પુદ્ગલ પોતાના પરિણામને પ્રાપ્ત કરે છે, પરંતુ પરદ્રવ્યના-જીવના પરિણામને પ્રાપ્ત કરતું નથી. જો તે (પુગલ) જાણે તો તે ચેતનદ્રવ્ય થઈ જાય. પણ એમ નથી. પાંચ અજીવ દ્રવ્યો જાણતા નથી છતાં તે કાળે તેના જે પરિણામ થાય છે તેનું પ્રાપ્ય કર્મ છે. જડની-પુદ્ગલની જે અવસ્થા થાય તે તેનું પુદ્ગલનું પ્રાપ્ય કર્મ છે. જે અવસ્થા થવાના કાળે થઈ તેને પરમાણુએ પ્રાપ્ત કરી છે, પરમાણુ તેને પહોંચી વળ્યું છે, આત્માનું જ્ઞાન ત્યાં પહોંચી વળ્યું નથી. તેમ પુદગલદ્રવ્ય એટલે રાગાદિ વિકારના પરિણામ (શુભભાવ) પોતે અંતર્થાપક થઈને જીવના શુદ્ધ વીતરાગી પરિણામને પહોંચતા નથી, તે-રૂપે પરિણમતા કે ઊપજતા નથી. બાપુ! આવો વીતરાગનો પંથ એક જ હિતરૂપ અને આરાધ્ય છે. શ્રીમદે કહ્યું છે
ને
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી,
અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય હાશે.' આવો ભગવાનનો માર્ગ છે. તેનું શરણ લે. તે વિના બીજું કાંઈ શરણ નથી.
ભાઈ ! પુગલના રાગપરિણામ, પુદ્ગલકર્મનું ફળ એવા હરખશોકના પરિણામ એને પુદ્ગલ જાણતું નથી. એવું પુદ્ગલદ્રવ્ય પરદ્રવ્યના એટલે આત્માના જે જ્ઞાતા-દષ્ટાસ્વરૂપ પરિણામ તેમાં અંતર્થાપક થઈને તેને ગ્રહતું નથી, તે રૂપે પરિણમતું નથી, તે-રૂપે ઊપજતું નથી. “પરંતુ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે એવું જે વ્યાપ્યલક્ષણવાળું પોતાના સ્વભાવરૂપ કર્મ, તેનામાં (તે પુદ્ગલ દ્રવ્ય) પોતે અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને જ ગ્રહે છે, તે રૂપે જ પરિણમે છે અને તે-રૂપે જ ઊપજે છે.”
કર્તાનું જે કાર્ય-રાગાદિ અને હરખશોકના પરિણામ તેમાં પુદ્ગલ અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહે છે, તે રૂપે પરિણમે છે અને તે–રૂપે ઊપજે છે, પરંતુ આત્માના નિર્મળ વીતરાગી પરિણામને તે ગ્રતું નથી, પહોંચતું નથી.
હવે કહે છે માટે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુગલદ્રવ્ય પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે એવું જે વ્યાપ્યલક્ષણવાળું પદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતું હોવાથી, તે પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ
નથી.'
જુઓ, આ નિષ્કર્ષ કાઢયો કે પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ એટલે જીવના જ્ઞાતા-દાના જે શુદ્ધ વીતરાગી પરિણામ તેને પુદ્ગલદ્રવ્ય કરતું નથી માટે પુગલદ્રવ્યને જીવની સાથે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૯ ]
[ ૧૪૭ કર્તાકર્મભાવ નથી, એટલે કે રાગ અને હરખશોકના પરિણામ તે જ્ઞાતાના વીતરાગી પરિણામના કર્તા અને જ્ઞાતાના જે વીતરાગી પરિણામ થયા તે એનું કર્મ એમ છે નહિ. અહાહા...! વ્યવહારરત્નત્રયના પરિણામ નિશ્ચયથી જ્ઞાતાના વીતરાગી પરિણામના કર્તા નથી. વ્યવહારરત્નત્રયના પરિણામ તે પુદ્ગલના પરિણામ છે. તે પુગલના પરિણામ પોતાને જાણે નહિ, પોતાના પરિણામના ફળને જાણે નહિ અને જ્ઞાતા-દષ્ટાના વીતરાગી પરિણામને ય જાણે નહિ. એ બધાને નહિ જાણતા એવા વ્યવહારરત્નત્રયના પરિણામના કાળમાં જીવના જ્ઞાતા-દષ્ટાના વીતરાગી પરિણામ થયા માટે તે વ્યવહારરત્નત્રયના–રાગના પરિણામ કર્યા અને જ્ઞાતા-દષ્ટાના પરિણામ કર્મ એમ છે નહિ. અહે! અદ્દભુત વાત છે!
પ્રશ્ન:- “હેતુ નિયતકો હોઈ ' એમ કહ્યું છે ને?
ઉત્તર:- ભાઈ ! વ્યવહારરત્નત્રયને જ્યાં કારણ કહ્યું હોય ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા સહુચર દેખીને આરોપથી ઉપચાર કરીને કથન કર્યું છે એમ સમજવું. નિશ્ચય સમ્યગ્દર્શન પોતાના (સ્વભાવના) આશ્રયે પ્રગટ થયું તે કાળે જે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ છે તે સમકિત નથી. તે સમકિતની પર્યાય નથી છતાં નિશ્ચય સમકિતનો સહુચર દેખીને તેને વ્યવહારથી સમકિત કહ્યું છે. છે તો બંધનું જ કારણ તોપણ ઉપચારથી સમકિત કહીને હેતુ કહ્યો છે. નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર આવું જ સ્વરૂપ છે. એનું મોક્ષમાર્ગપ્રકાશકમાં ખૂબ સ્પષ્ટીકરણ કર્યું છે.
જુઓ, ભેદભેદરત્નત્રયના આરાધક જીવોને ગૃહસ્થ આહાર-પાણી આપે છે એવું શાસ્ત્રમાં આવે છે. ભાવલિંગી મુનિ છે તે ભેદભેદરત્નત્રયના આરાધક છે એટલે શું? તેનો સેવે છે તો એક અભેદરત્નત્રયને; પરંતુ ત્યાં રાગનો-વ્યવહારનો ભાવ જે ભૂમિકા અનુસાર છે તેને આરોપથી રત્નત્રય કહ્યા છે. અહાહા..! મહામુનિવર સંત અંદર અભેદ અંતર-આનંદની રમતમાં રમે છે, ત્યાં તેમને દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જરા વિકલ્પ છે. તેને નિશ્ચયરત્નત્રયનો સહુચર દેખીને, તેને તે આરાધે છે એમ કહ્યું છે. આરાધે છે તો નિશ્ચયરત્નત્રયને, પણ તેઓ સહચર દેખીને ભેદરત્નત્રયને આરાધે છે એમ ઉપચારથી કહ્યું છે. અહીં ખરેખર તો આહાર વખતે પણ મુનિને ભેદભેદ રત્નત્રય છે, એકલો વ્યવહાર છે એમ નથી-એમ સિદ્ધ કરવું છે. આહાર લેતી વખતે પણ અભેદરત્નત્રય છે વાત ત્યાં કહેવી છે.
અહીં કહે છે કે જે ભેદ છે, રાગ છે એ તો પુદ્ગલનું કાર્ય છે. તેને આત્મા (મુનિવર) કેમ આરાધે? ધર્મીને તો અભેદ ચૈતન્યના આશ્રયનો અનુભવ વેદનમાં છે. તે કાળે જે રાગ છે તેને વ્યવહારથી આરોપ કરીને આરાધે છે એમ કહ્યું છે. આરાધે છે તો અભેદને એકને જ, પણ બીજી ચીજમાં (નિમિત્તમાં) આરાધનાનો આરોપ આપીને તેને આરાધે છે એમ કહ્યું છે. મોક્ષમાર્ગપ્રકાશકમાં પંડિત પ્રવર શ્રી ટોડરમલજીએ, નિશ્ચય-વ્યવહારની બહુ સરસ વાત કરી છે. ત્યાં સ્પષ્ટ કહ્યું છે કે “મોક્ષમાર્ગ તો બે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે.' તેમ આરાધકપણું બે પ્રકારે નથી, તેનું કથન બે પ્રકારે છે. એમ સાધકપણું બે નથી, સાધકપણાનું કથન બે પ્રકારે છે. આત્માનો અનુભવ તે નિશ્ચય સાધન છે અને તે કાળે રાગની મંદતાનો જે ભાવ તેને સહુચર દેખી ઉપચારથી સાધન કહ્યું છે; ખરેખર તે સાધન નથી.
અહીં કહે છે કે પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ નથી. એટલે કે પુદ્ગલદ્રવ્યના પરિણામ જે રાગાદિ ભાવ, હરખશોકના ભાવ તે જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્માના નિર્મળ વીતરાગી પરિણામને ગ્રહતા નથી, પહોંચતા નથી, તે રૂપે પરિણમતા નથી અને તે-રૂપે ઊપજતા નથી. રાગભાવ કર્તા અને જ્ઞાનાનંદના પરિણામ તેનું કર્તવ્ય-એવો કર્તાકર્મસંબંધ છે જ નહિ.
વ્યવહારરત્નત્રય કારણ અને નિશ્ચયરત્નત્રય કાર્ય-એવાં કથન શાસ્ત્રમાં આવે છે. આચાર્યશ્રી જયસેનની ટીકામાં પણ બહુ આવે છે. પણ એ તો (વ્યવહારની) કથનની શૈલી છે. ભાઈ ! વીતરાગનાં વચનો પૂર્વાપર વિરોધરહિત હોય છે. એક તરફ કહે કે રાગના પરિણામ તે જીવના મોક્ષમાર્ગના પરિણામને કરે નહિ અને બીજી તરફ કહે કે વ્યવહાર મોક્ષમાર્ગ નિશ્ચય મોક્ષમાર્ગનું કારણ છે-આમ પરસ્પર વિરોધી કથનો જે અપેક્ષાથી છે તે અપેક્ષાથી યથાર્થ સમજવાં જોઈએ. અપેક્ષાથી યથાર્થ સમજતાં વિરોધ રહેશે નહિ.
* ગાથા ૭૯: ભાવાર્થ ઉપરનું પ્રવચન * કોઈ એમ જાણે કે પુદગલ કે જે જડ છે અને કોઈને જાણતું નથી તેને જીવની સાથે કર્તાકર્મપણું હશે. પરંતુ એમ પણ નથી.' પુદગલ તો જડ છે જ. પણ આત્મામાં વ્યવહારશ્રદ્ધાનો જે રાગ થાય તે પણ અચેતન, જડ છે. પંચમહાવ્રતનો ભાવ કે શાસ્ત્ર ભણવાનો વિકલ્પ-એ બધા ચેતન નથી, જડ છે. રાગ છે તે રાગને (પોતાને) જાણતો નથી અને તે આત્માને ય જાણતો નથી. તેથી તે જડ છે. આવા અચેતન રાગને જીવની સાથે કર્તાકર્મપણું હશે એમ કોઈ જાણે તો એમ નથી. રાગના પરિણામ તે કર્તા અને ધર્મીના જાણવાના પરિણામ તે રાગનું કર્મ-એવું કોઈ માને તો તે એમ નથી એમ કહે છે. પુદ્ગલદ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતું નથી અર્થાત્ રાગનો ભાવ તે જીવની સમ્યગ્દર્શન-જ્ઞાનની પર્યાયને ઉત્પન્ન કરી શકતો નથી.
આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે. માટે રાગની પર્યાયનું જ્ઞાન કર્તા અને રાગ તેનું કર્મ-એમ ભલે ન હેય. પણ જડ પુદ્ગલ તો જાણતું નથી; તો એને આત્મા સાથે કર્તાકર્મસંબંધ છે કે નહિ? વ્યવહારરત્નત્રયનો રાગ જે શુભોપયોગરૂપ છે તે ર્તા અને ધર્મીના સ્વને આશ્રયે થયેલા જે સ્વપરને જાણવાના પરિણામ તે એનું કાર્ય-આમ કર્તાકર્મપણું છે કે નહિ? તો કહે છે કે ના, એવું કર્તાકર્મપણું નથી. ઝીણી વાત, ભાઈ. સમજવી કઠણ પડ પણ શું થાય ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૯ ]
[ ૧૪૯ ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ છે. એનું ભાન જેને થયું એવા જ્ઞાનીને જ્ઞાન-શ્રદ્ધા-શાંતિના જે પરિણામ થયા તે એનું કાર્ય છે અને આત્મા તેનો કર્તા છે. પરંતુ સાથે વ્યવહારનો જે રાગ છે તે એનું કાર્ય અને જ્ઞાન (આત્મા) એનો કર્તા એમ નથી. તથા વ્યવહારના–રાગના પરિણામ કર્યા અને જીવની સ્વપરપ્રકાશક જાણવાની જે પર્યાય તે કાળે થઈ એ તેનું કાર્ય-એમ પણ નથી. જાણવાના પરિણામની આદિ-મધ્ય-અંતમાં પ્રભુ આત્મા પોતે છે. આવા જ ધર્મીના જ્ઞાતા-દષ્ટાના પરિણામ તેને રાગ કર્તા થઈને ઉત્પન્ન કરી શકતો નથી. અહાહા...! ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનું જેને ભાન થયું એવા ધર્મી જીવના પરિણમનમાં જે સ્વપરને જાણવા-દેખવાના પરિણામ થયા તેનો તે પોતે કર્તા છે, પણ તે કાળે જે વ્યવહારનો રાગ છે તે રાગ એનો કર્તા છે એમ નથી. બાપુ! આ તો અધ્યાત્મની અંતરની વાત છે. તે કાંઈ વાદવિવાદથી પાર પડે એવી ચીજ નથી.
હવે કહે છે-“પુદ્ગલ દ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતો નથી, પરિણમાવી શકતું નથી તેમ જ ગ્રહી શકતું નથી તેથી તેને જીવ સાથે કર્તાકર્મપણું નથી.'
ઉત્પન્ન કરી શકતું નથી તે નિર્વત્થ, પરિણમાવી શકતું નથી તે વિકાર્ય અને ગ્રહી શકતું નથી તે પ્રાપ્ય-એટલે કે જીવના જ્ઞાતા-દષ્ટાના વીતરાગી પરિણામ તે પુદ્ગલદ્રવ્યનું પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્થ કર્મ નથી. અહાહા...! ભગવાન આત્મા અનંત-અનંત-અનંત જ્ઞાન, આનંદ, શાંતિ આદિ શક્તિનો સાગર પ્રભુ છે. એની દષ્ટિ અને આશ્રય થતાં જે નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન-શાંતિના પરિણામ થયા તેને આત્મા ઉત્પન્ન કરે છે, તે આત્માનું પ્રાપ્ય છે, પણ તે, તે કાળે જે રાગની મંદતા છે તેનું પ્રાપ્ય નથી. અહા ! એ નિર્મળ મોક્ષમાર્ગના પરિણામની આદિમાં તે વખતની રાગની મંદતા છે એમ નથી, તેની આદિમાં તો ચૈતન્યઘન પ્રભુ આત્મા છે. બાપુ! આ તો પોતે સમજીને અંદર (આત્મામાં) સમાઈ જવાની વાત છે. અંદર જ્ઞાનસ્વરૂપી ચિદાનંદ ભગવાન છે ત્યાં તું જા અને તને અતીન્દ્રિય આનંદની અપૂર્વ અલૌકિક દશા થશે એમ અહીં કહે છે.
જાઓ આ જિનવરનો-જિનેશ્વરદેવનો માર્ગ! ભાઈ ! એ તારો જ માર્ગ છે. તુંજ નિશ્ચયથી જિન અને જિનવર છે. જિન અને જિનવરમાં કાંઈ ફરક નથી. “જિન અને જિનવરમાં કિંચિત્ ફેર ન જાણ”—એમ શાસ્ત્રમાં આવે છે અહા ! આવું પોતાનું માહાભ્ય અને મોટપ જેને પર્યાયમાં બેઠી તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉત્પત્તિ થાય છે. એ નિર્મળ મોક્ષમાર્ગના પરિણામની ઉત્પત્તિમાં રાગની કિંચિત્ અપેક્ષા નથી એમ અહીં કહ્યું છે. નિયમસારની બીજી ગાથાની ટીકામાં કહ્યું છે કે નિજ પરમાત્મતત્ત્વનાં સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ છે. અહા ! જુઓ તો ખરા ! ચારેય બાજુથી એક જ વાત સિદ્ધ થાય છે. ભાઈ! આ સર્વજ્ઞ વીતરાગનો માર્ગ એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ બહારની પંડિતાઈની ચીજ નથી. આ તો આત્માનો-ચૈતન્ય ભગવાનનો અંતર અનુભવ થઈને પંડિતાઈ પ્રગટે તે માર્ગ છે.
સંસારનો જન્મમરણની પરંપરાનો અંત આવે એવી આ વાત છે. જેમાં સંસાર અને સંસારનો ભાવ નથી એવી ચીજ પ્રભુ આત્માને દૃષ્ટિમાં અને અનુભવમાં લેતાં નિર્મળ રત્નત્રય પ્રગટ થયાં છે એવા ધર્મીની અહીં વાત લીધી છે. કહે છે કે જ્ઞાનીને મોક્ષમાર્ગની પર્યાયમાં, તેની આદિમાં દ્રવ્ય વસ્તુ આત્મા પોતે છે. રાગ જાણતો નથી માટે રાગ તેની આદિ-મધ્ય-અંતમાં પ્રસરીને સમકિત આદિને ઉત્પન્ન કરે છે એમ નથી. અહા ! કેટલું ચોકખેચોખું સ્પષ્ટ કર્યું છે!
લોકો કહે છે કે “વ્યવહારથી થાય, વ્યવહારથી થાય”—અહીં કહે છે કે-ના, એમ નથી. વ્યવહારથી થાય એ તો નિમિત્તનું કથન છે. ભાઈ ! વીતરાગનાં વચન પૂર્વાપર વિરોધરહિત હોય છે. પુદ્ગલદ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતું નથી. એટલે કે શુભભાવરૂપ જે રાગ છે તે આત્માની મોક્ષમાર્ગની પર્યાયને ઉત્પન્ન કરી શકતો નથી. અંધકાર પ્રકાશને કેવી રીતે ઉત્પન્ન કરી શકે? રાગ છે તે અંધકાર છે. વ્યવહારરત્નત્રયનો રાગ અંધકાર છે, ભાઈ ! નિશ્ચય અને વ્યવહારની જાત જ જુદી છે. એક ચૈતન્યપ્રકાશમય છે, અને બીજું અંધકારમય. ગાથા ૭રમાંરાગને જડ કહ્યો છે. એનામાં જાણવાની શક્તિ નથી એટલે એને અચેતન જડ કહ્યો છે. એને ચિદ્વિકાર કહો, અંધકાર કહો કે જડ કહો બધું એક જ છે. અહીં તો એ સિદ્ધ કર્યું છે કે રાગ છે તે પુદ્ગલના પરિણામ છે અને તે શુદ્ધ ચૈતન્યના પરિણામ ઉત્પન્ન કરી શકતો નથી.
પ્રશ્ન- અધ:કરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના પરિણામ હોય છે એનાથી સમ્યગ્દર્શન થાય છે ને ?
ઉત્તર ભાઈ ! ખરેખર એમ નથી. કરણલબ્ધિના પરિણામ હોય છે એનો અભાવ થઈને સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિની આદિમાં શુદ્ધ ચૈતન્યમય આત્મા છે, તેની આદિમાં કરણલબ્ધિના પરિણામ નથી. ગોમ્મસારમાં આવે છે કે પાંચલબ્ધિથી સમ્યગ્દર્શન થાય છે. પણ ભાઈ ! એ તો પૂર્વે પાંચ લબ્ધિ હતી તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. લબ્ધિથી સમ્યગ્દર્શન થાય છે એમ એનો અર્થ નથી. અહાહા..! દિવ્યશક્તિનો ભંડાર સચ્ચિદાનંદ પ્રભુ આત્મા–તે પોતાની પરિણતિમાં બીજાનો (રાગનો) આધાર કેમ લે? અહીં તો સ્પષ્ટ કહે છે કે ભેદરત્નત્રયનો રાગ અભેદરત્નત્રય ઉત્પન્ન કરી શક્તો નથી. શાસ્ત્રોમાં જ્યાં જ્ઞાનીને ભેદભેદરત્નત્રયનો આરાધક કહ્યો છે ત્યાં ખરેખર તે એક નિર્મળ અભેદરત્નત્રયનો જ કરનારો અને સેવનારો એવો આરાધક છે. તે કાળે સાથે જે ભેદરત્નત્રયનો રાગની મંદતાનો ભાવ છે તેને સહુચર વા નિમિત્ત દેખીને ઉપચારથી તેનો સાધક કહ્યો છે એમ સમજવું. બાપુ! આ તો વસ્તુ સ્થિતિની વાત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૯ ]
[ ૧૫૧
કેટલાક કહે છે કે-દાન આપો, મંદિર બનાવો, રથયાત્રા કાઢો, શાસ્ત્ર છપાવો, શાસ્ત્ર સસ્તા ભાવે વેચી પ્રચાર કરો-ઇત્યાદિ; તેથી તમારું કલ્યાણ થશે. પરંતુ ભાઈ! એ તો બધા વિકલ્પ છે. આ શ્રવણનો ભાવ છે તે વિકલ્પ છે. એ વિકલ્પની આદિમાં પુદ્દગલ છે, આત્મા નહિ. તેનાથી આત્માનું કલ્યાણ થાય એમ કેમ બને? ગજબ વાત છે! તારી બલિહારી છે. નાથ ! નાથ ! તું વીતરાગ સ્વભાવથી ભરેલો પ્રભુ છો. તને વીતરાગ પરિણતિની ઉત્પત્તિ માટે પરની-રાગની અપેક્ષા કેમ હોય? તારી ખાણમાં જ પરિપૂર્ણ વીતરાગતા ભરી છે. એનો આશ્રય લે, તેથી તને સમકિત આદિ વીતરાગી પર્યાય પ્રગટ થશે. (રાગને ભરોસે નહિ થાય ).
કેટલાક કહે છે કે ચોથે ગુણસ્થાને સરાગ સમકિત હોય, વીતરાગ સમકિત ન હોય. અરે ભગવાન! શું કહે છે તું આ? સરાગ સમકિત તો કોઈચીજ (સમકિત ) જ નથી. એતો આરોપિત ચીજ છે. સમતિની વીતરાગી પર્યાય જેને પ્રગટ છેઅને તે કાળે જે દેવ-ગુરુશાસ્ત્રની શ્રદ્ધાનો મંદ રાગછે તેને આરોપ કરીને સરાગ સમતિ કહ્યું છે. પણ વીતરાગ સમકિત વિના સરાગ સમકિતની (આરોપની ) અસ્તિ કેવી ? ભાઈ! આ માન્યતા તારી મોટી ભૂલછે. અંદર ચિદાનંદઘનવસ્તુ વીતરાગસ્વરૂપે વિરાજે છે. તેનો આશ્રય લેતાં ચોથા ગુણસ્થાને સમકિત પ્રગટ થાય છે અને તે વીતરાગી પર્યાય છે. અહીં કહે છે કે-તે કાળે રાગની મંદતા છે માટે સમકિત એનાથી થયું એવું કર્તાકર્મપણું છે જ નહિ. અહો! સંતોએ સત્નો ઢંઢેરો પીટયો છે! આત્મા અકષાયસ્વરૂપ ભગવાન છે. તેને અકષાય પરિણામ થાય તે પોતાના કારણે થાય છે. રાગ મંદ હોય એનાથી અકષાય પરિણામ થાય એમ છે જ નહિ.
પરમાર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કર્તાકર્મભાવ નથી. રાગ અન્ય દ્રવ્ય છે અને નિર્મળ પરિણતિ જીવનું સ્વદ્રવ્ય છે. માટે રાગની દશા, જીવની નિર્મળ દર્શને ઉત્પન્ન કરે એવો કર્તાકર્મસંબંધ નથી. ભાવ તો ઘણા સૂક્ષ્મ છે; પણ કથન શૈલી સાદી છે. તેથી સમજાય એવી જ આ વાત છે.
*
*
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
*
* કળશ ૫૦: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
એકલાં અમૃત ભર્યાં છે આ કળશમાં; શું કહે છે? કે ‘જ્ઞાની' જ્ઞાની તો ‘માં સ્વપરપરિગતિમ્' પોતાની અને પ૨ની પિરણિતને ‘જ્ઞાનન્ અપિ’ જાણતો પ્રવર્તે છે. સમ્યગ્દષ્ટિ ધર્મી જેને આત્માનું ભાન થયું છે. જેને ધર્મની વીતરાગી દશા પ્રગટ થઈ છે તેને અહીં જ્ઞાની રહ્યો છે. એ જ્ઞાની પોતાની અને પરની પરિણતિ જાણતો પ્રવર્તે છે. જુઓ, પરિણતિ શબ્દ વાપર્યો છે પણ પોતાના દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયને જાણતો
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ પ્રવર્તે છે તથા કર્મના (પરના) દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેને જાણતો પ્રવર્તે છે એમ સમજવું. ધર્મી એને કહીએ જે પોતાની અને પરની પરિણતિને જાણતો પ્રવર્તે છે. ‘વ’ અને ‘પુન: બપિ બનાનન' પુદ્ગલદ્રવ્ય પોતાની અને પરની પરિણતિને નહિ જાણતું પ્રવર્તે છે.
જુઓ, જાણનાર એવો ભગવાન આત્મા પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવ અર્થાત્ દ્રવ્ય-ગુણપર્યાયને જાણતો અને પરના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણતો પ્રવર્તે છે, પણ પરને કરતો પ્રવર્તે છે એમ નથી. રાગને કરતો જ્ઞાની પ્રવર્તે છે એમ નથી. તથા રાગ જ્ઞાનની અવસ્થાને (આત્માને) કરતો પ્રવર્તે છે એમ પણ નથી. અહા ! આત્મા સ્વ અને પરને જાણવાની દશામાં પ્રવર્તે છે અને પુદ્ગલ જે રાગ તે સ્વ અને પરને નહિ જાણતું પ્રવર્તે છે.
હવે કહે છે નિત્યમ્ અત્યન્ત–મેવા' આમ તેમનામાં સદા અત્યંત ભેદ હોવાથી, ‘મન્ત:' તે બન્ને પરસ્પરઅંતરંગમાં ‘વ્યાતૃવ્યાખ્યત્વ' વ્યાપ્યવ્યાપકભાવને ‘નયિતુમ સંસદી' પામવા અસમર્થ છે. એટલે કે રાગની પર્યાય તે વયાપક અને જ્ઞાનની પર્યાય તે વ્યાપ્ય અથવા જ્ઞાનની પર્યાય તે વ્યાપક અને રાગની પર્યાય તે વ્યાપ્ય એમ પરસપર વ્યાપ્યવ્યાપકભાવ અસંભવિત છે. ભાઈ ! આ પોતાના હિતની વાત અંતરમાં વિચાર કરીને નક્કી કરવી પડશે.
ધર્મી જીવ પોતાના જ્ઞાન અને આનંદના પરિણામને ઉત્પન્ન કરતો અને જાણતો, તથા રાગાદિને ઉત્પન્ન નહિ કરતો અને જાણતો પ્રવર્તે છે. સ્વ-પરને જાણનારું જ્ઞાન પોતે પોતાથી પરિણમ્યું છે તે રાગને જાણતું પરિણમ્યું છે તોપણ તે રાગના કારણે જાણવાનું થયું છે એમ નથી. રાગને અને પોતાને જાણતું જ્ઞાન પ્રવર્તે છે તેથી તે રાગનું કર્તા છે અને રાગ એનું કર્મ છે એમ નથી. તથા રાગપરિણામ (પુગલના પરિણામ) છે તે આત્માની નિર્મળ પર્યાયને (જ્ઞાનને) ઉત્પન્ન કરે છે એમ પણ નથી.
જાઓ, ઊંડે ઊંડે લઈ જાય છે જ્યાં નિર્મળાનંદનો નાથ ચૈતન્યઘન પ્રભુ આત્મા વિરાજે છે. કહે છે–ત્યાં જા ને! તને તેથી સુખ થશે. રાગ છે એ તો પુદ્ગલના પરિણામ-દુ:ખના પરિણામ છે. તે પરિણામ આત્માની જ્ઞાન અને આનંદની પરિણતિને કેમ કરે ? અહા ! જે દુઃખ છે તે આનંદની દશાને કેમ કરે? રાગ જે અજાણ છે તે જ્ઞાનની પર્યાયને કેમ ઉત્પન્ન કરે?
શુભોપયોગ છે તે કાંઈ ધર્મ નથી. તે ધર્મનું કારણ પણ નથી, શુભોપયોગ તો અનાદિથી કરે છે. ધર્મ તો ચૈતન્યની નિર્મળ પરિણતિ છે અને તે શુભોપયોગના કારણે થતી નથી. જ્ઞાનની સ્વપરને જાણવાની પર્યાય રાગમાં ભળીને કેવી રીતે થાય ? રાગ તો પરદ્રવ્ય છે અને જાણવા-દેખવાની પર્યાય રૂદ્રવ્યની દશા છે, સ્વદ્રવ્ય છે. પુણ્ય-પાપ અધિકારમાં આવે છે કે આત્માની મોક્ષમાર્ગની પર્યાયમાં દ્રવ્યાતંરનો સહારો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૯ ]
[ ૧૫૩ રાગાદિભાવ દ્રવ્યાતંર છે, અન્યદ્રવ્ય છે. તેનો સહારો નથી. ભગવાન આત્માને પોતાના સ્વભાવનો જ સહારો છે. પોતાના દ્રવ્યસ્વભાવથી ઉત્પન્ન થયેલા મોક્ષમાર્ગની પર્યાયનો આત્મા કર્તા અને પર્યાય તે એનું કર્મ છે. રાગ અને વ્યવહાર છે તેને જ્ઞાન જાણે છે પણ એટલા સંબંધથી જ્ઞાન કર્તા અને રાગ એનું કાર્ય તથા રાગ કર્તા અને જ્ઞાન રાગનું કર્મ એમ પરસ્પર કર્તાકર્મપણું છે નહિ. શેયજ્ઞાયકસંબંધ હોવા છતાં રાગ અને આત્માને પરસ્પર કર્તાકર્મસંબંધ નથી.
રાગને અને આત્માની નિર્મળ પર્યાયને અત્યંત ભેદ છે. નિયમસારની ગાથા દરમાં કહ્યું છે કે આવો ભેદ-અભ્યાસ થતાં જીવ મધ્યસ્થ થાય છે અને તેથી ચારિત્ર થાય છે. રાગભાવથી ચારિત્ર થાય છે એમ નથી કહ્યું પણ રાગના ભેદ–અભ્યાસથી અંતરમાં ચારિત્ર થાય છે એમ કહ્યું છે. પહેલાં સમ્યગ્દર્શનના કાળમાં ભેદ પડ્યો છે; પછી વિશેષ ભેદના અભ્યાસથી અંતરમાં ઠરે છે ત્યારે ચારિત્ર થાય છે. રાગથી ચારિત્ર થાય છે એમ નથી. આ પ્રમાણે રાગને અને સ્વપરને જાણનાર પ્રભુ આત્માને અત્યંત ભેદ છે. રાગ અને જ્ઞાનની પર્યાયને પરસ્પર અત્યંત ભેદ હોવાથી તેમને વ્યાયવ્યાપકભાવનો અભાવ છે. રાગ છે તે પુદ્ગલ છે અને જ્ઞાનની નિર્મળ દશા છે તે આત્મા છે. બન્ને ભિન્ન છે. તેથી તેમને વ્યાપ્યવ્યાપકપણું નથી, તેથી કર્તાકર્મપણું પણ નથી.
હવે કહે છે-કયો. વર્તુર્મભ્રમતિ:' જીવ-પુદ્ગલને કર્તાકર્મપણે છે એવી ભ્રમબુદ્ધિ “જ્ઞાનાત્' અજ્ઞાનને લીધે ‘તાવત્ ભાતિ' ત્યાંસુધી ભાસે છે કે “યાવત્' જ્યાંસુધી ‘વિજ્ઞાનાર્વિ:' વિજ્ઞાનજ્યોતિ ‘ઝવવા માં' કકચની જેમ નિર્દય રીતે “સદ્ય: મેમ્ ઉત્પાદ્ય' જીવ-પુદ્ગલનો તત્કાળ ભેદ ઊપજાવીને ‘ન વાસ્તિ' પ્રકાશિત થતી નથી.
રાગથી ભિન્ન કરીને જ્ઞાનનો અનુભવ કરે ત્યારે તેને પરનું કર્તાકર્મપણું છૂટી જાય છે. શબ્દો તો થોડા છે પણ ભાવ ઘણા ઊચાં અને ગંભીર ભરી દીધા છે. દષ્ટિ પર્યાય ઉપરથી ફેરવી લઈ દ્રવ્ય ઉપર લઈ જાય તેને વિજ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. જ્ઞાન ભલે થોડું હોય, પણ સ્વ-પરનો ભેદ પાડી સ્વાનુભવ કરે તે વિજ્ઞાનજ્યોતિ છે. અહાહા...! ચૈતન્યમૂર્તિ ભગવાન આનંદનો નાથ ભિન્ન છે અને રાગ ભિન્ન છે એવો આત્મ-અનુભવ કરે તે વિજ્ઞાનજ્યોતિ છે. આ વિજ્ઞાનજ્યોતિ કરવતની જેમ નિર્દય રીતે એટલે ઉગ્રપણે જીવ-પુદ્ગલનો તત્કાળ ભેદ ઊપજાવીને પ્રગટ થાય છે. પાણીના દળમાં જેમ તેલનું ટીપુ ભિન્ન થઈ જાય છે તેમ સ્વાનુભવ કરતાં રાગની ચીકાશ અને આત્માની વીતરાગતા બન્ને ભિન્ન થઈ જાય છે. અહો ! શું કળશ અને શું ટીકા! આચાર્યદવે ગજબ કામ કર્યું છે.
દયા, દાન, વ્રત આદિના ભાવથી આત્મા ભિન્ન છે. માટે વ્રતના જે વિકલ્પ છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
એનાથી અહીં ચારિત્ર પ્રગટ થયું છે એમ નથી. તેમને પરસ્પર કર્તાકર્મપણું છે જ નહિ. ભગવાન આત્મા પોતાના નિર્મળ શ્રદ્વાન-જ્ઞાન-ચારિત્રપણે પરિણમે અને તે રાગને પણ કરે એમ નથી. વળી રાગ રાગને કરે અને રાગ સંબંધી જે જ્ઞાન થયું તે જ્ઞાનને પણ કરે એમ પણ નથી. ભાઈ ! આ અંતરના મર્મની વાત છે; બહારની પંડિતાઈ આમાં ન ચાલે.
જીવ-પુદ્દગલનો તત્કાળ ભેદ ઉપજાવીને-એટલે રાગથી જ્યાં ભિન્ન પડયો અને ભગવાન આત્માની સન્મુખ થયો કે તરત જ રાગ અને ચૈતન્યની ભિન્નતા થઈ ગઈ અને ચૈતન્યમૂર્તિ ભગવાન પ્રકાશમાં આવ્યો, ચૈતન્યની પરિણતિ પ્રકાશિત થઈ ગઈ. આવે ધર્મ કહેવામાં આવે છે. આ ભગવાન સર્વજ્ઞદેવ અરિહંત પરમાત્મા અને દિગંબર મુનિવરોનાં વચન છે. આવી વાત અન્યત્ર કયાંય છે જ નહિ.
ભાઈ! તું જન્મ-મરણના ચોરાસીના ફેરા રાગની એકતાબુદ્ધિના કારણે કરી રહ્યો છે. તે રાગથી ભિન્ન પડી સ્વભાવસન્મુખ થતાં અવતાર થતા નથી. તિર્યંચ પણ સ્વભાવને પકડીને સમ્યગ્દર્શન પામે છે. નવ તત્ત્વનાં નામ ભલે ન આવડે પણ આત્માના સ્વભાવને પકડી અનુભવ કરતાં તેને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે અને તે સંવર છે; તથા જેના આશ્રયે સ્વાદ આવ્યો તે ચૈતન્યસ્વભાવમય જીવ છે–એમ તેને ભાવ-ભાસન થાય છે. આ અંતરની ચીજ છે તે કાંઈ વાદિવવદાથી પાર પડે એમ નથી. નિયમસારમાં સ્વસમય અને ૫૨સમય સાથે વાદવિવાદે ચઢવાની ના પાડી છે. જેમ ગરીબને બે પાંચ કરોડની નિધિ મળી જાય તો તે પછી પોતાના વતનમાં આવી તે નિધિ એક્લો ભોગવે તેમ જ્ઞાનનિધિની પ્રાપ્તિ થઈ હોય તો તેને એકલો ભોગવજે પણ વાદવિવાદ ન કરીશ. કેમકે જીવના કર્મ ઘણા પ્રકારના, જાત પણ ઘણી અને તેમના ઉઘાડ પણ દરેકના ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. માટે આ વાત એના જ્ઞાનમાં ન બેસે તો વાદિવવાદ કરીશ મા.
* કળશ ૫૦: ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘ભેદજ્ઞાન થયા પછી, જીવને અને પુદ્ગલને કર્તાકર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી. શરીર, મન, વાણી, કર્મ ઇત્યીદ જડની દશા સાથે જીવને અજ્ઞાનપણે પણ કર્તાકર્મપણું નથી. અહીં પુદ્ગલ એટલે રાગ સમજવું. વ્યવહારનો જે રાગ છે એનાથી જ્ઞાનસ્વભાવી આત્મા ભિન્ન છે એવું જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં જીવ-પુદ્દગલને કર્તાકર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી. અહાહા...! સચ્ચિદાનંદ પ્રભુ નિશ્ચયનો આશ્રય લઈને રાગને જ્યાં જુદો પાડયો ત્યાં શરીર, મન, વાણી ઇત્યાદિનું કર્તાપણું તો કયાંય રહ્યું, અંદર દયા, દાન, વ્રત, ભક્તિ આદિના જે શુભભાવ છે તેની સાથે જીવને કર્તાકર્મપણાની બુદ્ધિ ખલાસ થઈ જાય છે.
ત્યારે કોઈવળી એમ કહે છે કે વ્યવહારને આપ સર્વથા હેય કહો છો એ એકાંત છે, મિથ્યાત્વ છે. તેને કહે છે કે વ્યવહારના, દયા, દાન આદિ પુણ્યના પરિણામનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૯ ]
[ ૧૫૫ હું કર્તા અને તે મારું કર્મ એવી જે બુદ્ધિ છે એ મિથ્યાત્વ અને અજ્ઞાન છે. ભાઈ ! વ્યવહારના રાગથી ભેદ કરી તેને હેય ગણીને એક નિજ જ્ઞાયકસ્વરૂપ ભગવાનને ઉપાદેય કરી તેનો આશ્રય કરે ત્યારે ભેદજ્ઞાન છે. અને ત્યારે જીવને પુદગલ સાથે કર્તાકર્મપણાનો ભાવ દૂર થાય છે. અરે ભગવાન! આવો જ વીતરાગનો માર્ગ છે.
જાઓને, આજે સવારે કેવો ગમખ્વાર પ્રસંગ બની ગયો? પંદર વર્ષના છોકરાને હડકાયું કુતરું કરડવાથી હડકવા ઉપડ્યો. રબારીનો દીકરો, હજુ થોડા જ વખત પહેલાં લગ્ન થયેલાં. એનું દુઃખ જોનારા ઊભા ઊભા રડે, પણ પરદ્રવ્યમાં જીવ શું કરી શકે ? પરદ્રવ્યમાં તો આત્મા અજ્ઞાનપણે પણ કાંઈ ન કરી શકે. એને બિચારાને સાંકળે બાંધ્યો. અરરર! કેવું દુઃખ! જોયું ન જાય. થોડીવારમાં જ એનો દેહ છૂટી ગયો. દેહુ ક્યાં એનો હતો તે સાથે રહે. ભાઈ ! આવાં મરણ જીવે આત્માના ભાન વિના અનંતવાર કર્યા છે. બાપુ! રાગને પોતાનો માની જે રાગમાં અટકયો છે એવા અજ્ઞાનીને વિના ભેદજ્ઞાન આવાં અનંત દુઃખ આવી પડે છે. રાગને હેય કરી જે આત્માને અનુભવે તે ભેદજ્ઞાન છે. પ્રભુ! એ ભેદજ્ઞાન તને શરણ છે. અન્ય કાંઈ શરણ નથી. જે રાગને હેય માની તેની રુચિ છોડે નહિ તેને આત્માની રુચિ કયાંથી થાય ? એક મ્યાનમાં બે તલવાર ન રહે, ભાઈ ! દયા, દાન, વ્રતાદિનો રાગ હેય છે એમ પ્રથમ હા તો પાડ.
આ શરીર, મન, વાણી, કુટુંબ-કબીલા-એ બધું ધૂળ-ધાણી છે. એની વાત તો કયાંય રહી, પણ અંદર જે શુભરાગ થાય છે તેથી રુચિ છોડવી પડશે. પ્રભુ! હિત કરવું હોય તો આ જ માર્ગ છે. નહિતર મરીને કયાંય ચાલ્યો જઈશે. અહા! તારાં દુઃખ જે તે સહન કર્યા તેને જોનારા પણ રોયા એવાં પારવાર દુઃખ તે અજ્ઞાનભાવે ભોગવ્યાં છે.
આત્મા પૂર્ણાનંદનો નાથ ચૈતન્યસંપદાથી પૂર્ણ ભરેલો અંદર ત્રિકાળ પડ્યો છે. અને રાગ તો ક્ષણિક માત્ર એક સમયની દશા છે. રાગથી તારી ચીજ અંદર ભિન્ન છે, ભગવાન ! રાગ આસ્રવ અને બંધ તત્ત્વ છે, જ્યારે તું નિરાળો જ્ઞાયક અબંધ તત્ત્વ છે, રાગ અચેતન છે,
જ્યારે તું ચૈતન્યમય ભગવાનસ્વરૂપ છે. આવું રાગથી ભિન્ન આત્માનું જ્ઞાન તે ભેદજ્ઞાન છે. પ્રભુ! તું જ્યાં છો ત્યાં જા, ત્યાં નજર કર. આ દેહ તો એની સ્થિતિ પૂરી થતાં છૂટી જશે. દેહુ કયાં તારી ચીજ છે તે સાથે રહે, અને રાગ પણ કયાં તારો છે તે સાથે રહે! આ મારગડા જુદા છે. પ્રભુ ! દુનિયા સાથે મેળ કરવા જઈશ તો મેળ નહિ ખાય. અહીં પોતામાં મેળ ખાય એમ છે.
રાગથી ભિન્ન પડીને આત્માનો અનુભવ થાય ત્યારે જે રાગ છે તેને જાણે તેને વ્યવહાર કહેવાય છે. રાગથી ભેદ પાડ્યા વિના જે રાગમાં રહે છે એ તો વ્યવહારવિમૂઢ છે. સમયસાર ગાથા ૪૧૩ માં તેને માટે ત્રણ શબ્દો કહ્યા છે. જે અનાદિરૂઢ, વ્યવહારમૂઢ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ નિશ્ચયમાં અનારૂઢ છે તે ભગવાન સમયસારને અનુભવતા નથી એમ ત્યાં કહ્યું છે. અહો ! કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય ભગવંતોએ અપાર કરુણા કરી છે. તેમને કરુણાનો વિકલ્પ ઊઠયો અને કોઈ ધન્ય પળે આ શાસ્ત્રો લખાઈ ગયાં છે. ભવ્ય જીવોનાં મહાભાગય કે આવી ચીજ ભારતમાં રહી ગઈ.
એમાં કહે છે કે વ્યવહારનો જે રાગ છે તેનાથી જ્ઞાનસ્વરૂપ મારી ચીજ ભિન્ન છે એમ જે જાણે છે તેને જીવ-પુગલના કર્તા-કર્મપણાની બુદ્ધિ રહેતી નથી. પુદગલનો અર્થ અહીં રાગ થાય છે. ૭૫ મી ગાથામાં જડની દશા અને રાગ એ બધાને પુદ્ગલપરિણામ કહ્યા છે. ધર્મી જીવને ભેદજ્ઞાન થયું છે તેથી રાગ જે થાય તેને તે જાણે છે, પણ રાગ મારુ કાર્ય છે અને હું તેનો કર્તા છું એમ તે માનતો નથી.
જુઓ, એક શેઠ હતા. તેમને રોજ ચુરમાના લાડુ જ ખાવાની ટેવ. એકવાર ઘરમાં જુવાન દીકરાનું મરણ નીપજયું. રોટલા-રોટલી શેઠને જરાય અનુકૂળ નહિ. એટલે ઘરનાં કુટુંબીઓ કહે કે ભાઈ ! તમારા સ્વાથ્યને લાડુ સિવાય બીજું કાંઈ અનુકૂળ નથી માટે લાડુ જમો. અહા ! એક બાજુ જુવાન દીકરો મરી ગયો છે, આંખમાં આંસુની ધારા છે અને એ ચુરમાના લાડુ ખાય છે. પણ તે વખતે લાડુ ઉપર પ્રેમ નથી. એમ ધર્મીને રાગ આવે પણ એ રાગનો એને પ્રેમ નથી. પરનો પ્રેમ તો હોય જ શેનો? અહાહા...! અંદર ચૈતન્યમૂર્તિ ભગવાન જ્ઞાયકસ્વરૂપ અનંત આનંદની સંપદાથી ભરેલો પ્રભુ છે. એની રુચિમાં જ્ઞાનને રાગથી જુદું પાડ્યું છે તેથી રાગ મારું કર્તવ્ય અને રાગનો હું કર્તા એવી બુદ્ધિ અને ઉડી ગઈ છે. ભાઈ ! આ ભવમાં સમજવાનું અને કરવાનું આ છે.
પ્રશ્ન:- આપ વ્યવહાર બધો કરો છો અને વળી વ્યવહારને હેય પણ કહો છો એ કેવી રીતે છે?
ઉત્તર:- અરે ભગવાન વ્યવહાર કોણ કરે? તથાપિ વ્યવહાર આવે તો ખરો ને? ભગવાનની પૂજા-ભક્તિ કરવાં, શાસ્ત્ર સ્વાધ્યાય કરવું ઇત્યાદિ યથાસંભવ હોય તો ખરાં પણ એ બધું હેયબુદ્ધિએ હોય છે એમ વાત છે. જુઓને, કેટલું કહ્યું છે! રાગ સાથે એકતાબુદ્ધિ રહે
ત્યાં સુધી રાગનો હું કર્તા અને રાગ મારું કર્તવ્ય એવી મિથ્યા માન્યતા હોય છે. પરંતુ રાગથી ભિન્ન પડીને જ્યાં શુદ્ધ આત્માને-ભગવાન શાયકને જાણ્યો ત્યાં ભેદજ્ઞાનના કાળમાં જીવ અને પુદ્ગલ એટલે રાગ સાથે એને કર્તાકર્મપણાની બુદ્ધિ રહેતી નથી. ભાઈ ! રાગ ધર્મીને હોય ખરો. પણ રાગનો પ્રેમ-આદર એને હોતાં નથી. માટે હે ભાઈ ! વ્યવહારથી લાભ (ધર્મ) થશે એવી માન્યતા તું છોડી દે. વ્યવહારની રુચિ જ્યાં લગી છૂટશે નહિ ત્યાં લગી ભેદજ્ઞાન પ્રગટ થશે નહિ.
બંધ અધિકારમાં કળશ ૧૭૩ માં આવે છે કે “સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાંય જિન ભગવાનોએ પૂર્વોક્ત રીતે ત્યાગવા યોગ્ય કહ્યાં છે તેથી અમે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૯ ]
[ ૧૫૭ એમ માનીએ છીએ કે “પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે.” તો પછી, આ સપુરુષો એક સમ્યક્ નિશ્ચયને જ નિષ્કપપણે અંગીકાર કરીને શુદ્ધજ્ઞાનસ્વરૂપ નિજ મહિનામાં સ્થિરતા કેમ ધરતા નથી?”
હું બીજાને જીવાડું, મારું, સુખી-દુ:ખી કરું-એવો જે અધ્યવસાન છે તે બધોય જિનભગવાનોએ ત્યાગવા યોગ્ય કહ્યો છે. બીજાને જીવાડી શકું, મારી શકું, સુખ-દુઃખના સંયોગ આપી શકું-એવી માન્યતા છે એ તો મિથ્યાત્વ છે કેમકે તું પરનું કાંઈ કરી શકતો જ નથી એ સિદ્ધાંત છે. તારો આ અધ્યવસાન મિથ્યા છે તેથી માન્યતા પણ મિથ્યા છે. આચાર્યદવ કહે છે કે જિનભગવાનોએ અધ્યવસાન સઘળાય ત્યાગવાયોગ્ય કહ્યા છે માટે અમે એમ માનીએ છીએ કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે. વ્યવહારરત્નત્રયનો રાગ પણ પરાશ્રયભાવ હોવાથી છોડવ્યો છે. આવી વાત છે ત્યાં બીજી વાત (વ્યવહારથી લાભ થાય એવી વાતો કઈ રીતે કરવી ભાઈ ?
શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિ તો પર છે. એને આત્મા નિશ્ચયથી ગ્રહતોય નથી અને છોડતો નથી. આત્મા પરના ગ્રહણ-ત્યાગથી શૂન્ય છે એવી ત્યાગ-ઉપાદાનશૂન્યત્વ નામની આત્મામાં એક શક્તિ છે. માટે આત્મા પરના ગ્રહણ-ત્યાગથી રહિત છે. માટે પરના ગ્રહણ-ત્યાગનો જે રાગ છે એ મિથ્યાબુદ્ધિ છે. અહાહા..! અનંતા તીર્થકરોએ આમ કહ્યું છે. કહ્યું છે ને કે વ્યવહાર સઘળોય જિનદેવોએ છોડાવ્યો છે તો પુરુષો એક સમ્યક નિશ્ચયને જ નિષ્કપપણે અંગીકાર કરીને શુદ્ધ જ્ઞાનઘનરૂપ પોતાના મહિનામાં સ્થિતિ કેમ કરતા નથી? નિષ્ફપપણે એટલે અતિ દઢપણે પોતાના સ્વરૂપમાં કેમ સ્થિરતા કરતા નથી? પરાશ્રયથી લાભ થશે એ વાત હવે જવા દે ભાઈ ! તારો માર્ગ આ એક જ છે પ્રભુ! કે જ્ઞાનાનંદસ્વરૂપ નિજ શુદ્ધ ચૈતન્ય ભગવાન છે તેમાં સ્થિતિ કર.
શ્રી મોક્ષમાર્ગપ્રકાશકમાં પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ પણ આ જ કહ્યું છે કે “નિશ્ચયનય વડ જે નિરૂપણ કર્યું હોય તેને સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું તથા વ્યવહારનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું.” હવે આમાં વ્યવહાર આદરણીય છે એ વાત કયાં રહી? પૂર્ણ વીતરાગભાવ ન થાય ત્યાં સુધી નિશ્ચયની સાથે વ્યવહારનો રાગ હોય ખરો, પણ તે આદરણીય છે કે તેનાથી લાભ થાય છે-એમ વાત જ નથી.
પહેલાં સાંભળ્યું ન હોય એટલે ઘણાને આ માર્ગ નવો લાગે છે, પણ આ તો અનાદિથી ચાલ્યો આવતો માર્ગ છે. અનંતા જિન ભગવાનોએ કહેલો એ આ જ માર્ગ છે. મોક્ષમાર્ગપ્રકાશકમાં પાન ૨૫૫ પર કહ્યું છે કે- “જે વ્યવહારમાં સૂતા છે તે યોગી પોતાના કાર્યમાં જાગે છે તથા જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સૂતા છે.” અહા ! રાગના ભાવમાં જે જાગ્રતપણે ઊભા છે તે નિજકાર્યમાં સૂતા છે. માટે વ્યવહારનું શ્રદ્ધાન છોડી નિશ્ચયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. વળી ત્યાં કહ્યું છે કે વ્યવહારનય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ સ્વદ્રવ્ય-પદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો, વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યકત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.” શુભરાગથી આત્માને લાભ થાય, વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય-એમ વ્યવહારનય કથન કરે પણ એવા શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે એમ ત્યાં કહ્યું છે. માટે એવું શ્રદ્ધાન ત્યાગવું.
જુઓ, રાગના વિકલ્પથી ભિન્ન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. એનો અનુભવ થતાં ભેદજ્ઞાન પ્રગટ થવાથી જ્ઞાનીને પુદ્ગલ એટલે રાગ સાથે કર્તાકર્મપણાની બુદ્ધિ રહેતી નથી; તથાપિ જ્યાંસુધી ભેદજ્ઞાન થતું નથી ત્યાંસુધી જીવને અજ્ઞાનથી કર્તાકર્મભાવની બુદ્ધિ થાય છે. અહા ! જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્મા અને રાગભાવ એ બેની જ્યાંસુધી જીવને એકત્વબુદ્ધિ છે ત્યાંસુધી રાગ મારું કર્તવ્ય અને હું એનો કર્તા એવું અજ્ઞાનપૂર્વક જીવ માને છે. ભાઈ ! આ તો સીધી વાત છે. પોતાનો દુરાગ્રહ છોડી દે તો પકડાય એમ છે. આવું અનાદિનું અજ્ઞાન છે તે ભેદજ્ઞાન પ્રગટ કરી દૂર કરવું જોઈએ એમ અહીં આશય છે.
| [ પ્રવચન નં. ૧૩૫ શેષ ૧૩૬, ૧૩૭ * દિનાંક ૨૪-૭-૭૬ થી ર૬-૬-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૮૦-૮૧-૮૨ जीवपुद्गलपरिणामयोरन्योऽन्यनिमित्तमात्रत्वमस्ति तथापि न तयोः कर्तृकर्मभाव इत्याह
जीवपरिणामहे, कम्मत्तं पोग्गला परिणमंति। पोग्गलकम्मणिमित्तं तहेव जीवो वि परिणमदि।।८०।। ण वि कुव्वदि कम्मगुणे जीवो कम्मं तहेव जीवगुणे। अण्णोण्णणिमित्तेण दु परिणाम जाण दोण्हं पि।। ८१।। एदेण कारणेण दु कत्ता आदा सएण भावेण। पोग्गलकम्मकदाणं ण दु कत्ता सव्वभावाणं।। ८२।।
जीवपरिणामहेतुं कर्मत्वं पुद्गलाः परिणमन्ति। पुद्गलकर्मनिमित्तं तथैव जीवोऽपि परिणमति।। ८०।। नापि करोति कर्मगुणान् जीवः कर्म तथैव जीवगुणान्। अन्योऽन्यनिमित्तेन तु परिणामं जानीहि द्वयोरपि।। ८१।। एतेन कारणेन तु कर्ता आत्मा स्वकेन भावेन।
पुद्गलकर्मकृतानां न तु कर्ता सर्वभावानाम्।। ८२।। જોકે જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને અન્યોન્ય (પરસ્પર) નિમિત્તમાત્રપણું છે તોપણ તેમને (બનેને) કર્તાકર્મપણું નથી એમ હવે કહે છે:
જીવભાવહેતુ પામી પુગલ કર્મરૂપે પરિણમે; मेवी शत पुल भनिमित्त १५५ परिशमे. ८०. જીવ કર્મગુણ કરતો નથી, નહિ જીવગુણ કર્મો કરે; અન્યોન્યના નિમિત્તથી પરિણામ બેઉ તણા બને. ૮૧. એ કારણે આત્મા ઠરે કર્તા ખરે નિજ ભાવથી;
પુદ્ગલકરમકૃત સર્વ ભાવોનો કદી કર્તા નથી. ૮૨. ॥थार्थ:- [ पुद्गलाः] ५६सो [ जीवपरिणामहेतुं] पन। ५२९॥मना निमित्तथी [ कर्मत्वं ] ५४) [ परिणमन्ति ] ५२मे छ, [ तथा एव ] तम ४ [ जीवः अपि ] ७५
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬) ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ પણ [પુનિવર્મનિમિત્ત] પુદ્ગલકર્મના નિમિત્તથી [ પરિણમત] પરિણમે છે. [નીવડ] જીવ [ ર્માગાન] કર્મના ગુણોને [૨ ગ િવરાતિ] કરતો નથી [તથા ઈવ] તેમ જ [+ર્મ] કર્મ [ નીવITI] જીવના ગુણોને કરતું નથી; [1] પરંતુ [બન્યોSન્યનિમિત્તેન] પરસ્પર નિમિત્તથી [૩યો: uિ] બન્નેના [ પરિમં] પરિણામ [ નાનીદિ] જાણો. [ તેના કારણેના 1] આ કારણે [માત્મા] આત્મા [સ્વવોન] પોતાના જ [ભાવેન] ભાવથી [ર્તા] કર્તા (કહેવામાં આવે) છે. [] પરંતુ [પુનિવર્મ9તાનાં ] પુદ્ગલકર્મથી કરવામાં આવેલા [ સર્વમાવાનામ્ ] સર્વ ભાવોનો [ ર્તા ન] કર્તા નથી.
ટીકા- “જીવપરિણામને નિમિત્ત કરીને પુદ્ગલો કર્મપણે પરિણમે છે અને પુદ્ગલકર્મને નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે”એમ જીવના પરિણામને અને પુગલના પરિણામને અન્યોન્ય હેતુપણાનો ઉલ્લેખ હોવા છતાં પણ જીવ અને પુદ્ગલને પરસ્પર વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે જીવને પુદગલપરિણામો સાથે અને પુગલકર્મને જીવપરિણામો સાથે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોઈને, માત્ર નિમિત્ત-નૈમિત્તિકભાવનો નિષેધ નહિ હોવાથી, અન્યોન્ય નિમિત્તમાત્ર થવાથી જ બન્નેના પરિણામ (થાય) છે; તે કારણે (અર્થાત્ તેથી), જેમ માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી, જીવ પોતાના ભાવનો કર્તા કદાચિત્ છે, પરંતુ જેમ માટી વડે કપડું કરી શકાતું નથી તેમ પોતાના ભાવ વડે પરભાવનું કરાવું અશકય હોવાથી (જીવ) પુદ્ગલભાવોનો કર્તા તો કદી પણ નથી એ નિશ્ચય છે.
ભાવાર્થ- જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને પરસ્પર માત્ર નિમિત્તનૈમિત્તિકપણું છે તોપણ પરસ્પર કર્તાકર્મભાવ નથી. પરના નિમિત્તથી જે પોતાના ભાવ થયા તેમનો કર્તા તો જીવને અજ્ઞાનદશામાં કદાચિત કહી પણ શકાય, પરંતુ જીવ પરભાવનો કર્તા તો કદી પણ નથી.
સમયસાર ગાથા ૮૦-૮૧-૮૨ : મથાળું જોકે જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને અન્યોન્ય નિમિત્તપણું છે તોપણ કર્તાકર્મપણું નથી એમ હવે કહે છે. અહીં અજ્ઞાનીની વાત છે. આગળની ગાથાઓમાં ભેદજ્ઞાનીની વાત હતી. અહીં જીવના પરિણામ કહેતાં વિકારી પરિણામની વાત છે. પહેલાંની ગાથાઓમાં જીવના પરિણામ એટલે નિર્મળ વીતરાગી પરિણામની વાત હતી.
પહેલાં “પોતાના પરિણામને જાણતો આત્મા’-એમ કહેલું એ જીવના વિતરાગી નિર્મળ પરિણામની વાત હતી; અને પુદ્ગલ પરના પરિણામને જાણતું નથી”—એમ કહેલું ત્યાં પણ પરના પરિણામ એટલે જીવના નિર્મળ વીતરાગી પરિણામની વાત હતી. આ વાત ગાથા ૭૫ થી ૭૯ સુધીમાં આવી ગઇ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check hffp://www.AtmaDharma.com for updates
[ ૧૬૧
સમયસાર ગાથા ૮૦–૮૧-૮૨]
અહીં અજ્ઞાનીની વાત છે. એટલે મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામને અહીં જીવના પરિણામ કહ્યા છે; અને પુદ્દગલ પરિણામ એટલે જડ કર્મની દશાની વાત છે. તે બન્નેને પરસ્પર નિમિત્તમાત્રપણું છે. એટલે જીવના વિકારી પરિણામ તે પુદ્દગલકર્મના પરિણામનું નિમિત્ત છે અને પુદ્ગલકર્મનો ઉદય તે જીવના રાગ-દ્વેષ પરિણામનું નિમિત્ત છે. છતાં બન્નેને કર્તાકર્મપણું નથી એમ કહે છે.
કર્મ બંધાય એમાં જીવનું (વિકારનું) નિમિત્તપણું છે. પણ નિમિત્તપણું એટલે શું? કે નિમિત્ત હોય છે, બસ. નિમિત્ત છે માટે કર્મ બંધાય છે એમ એનો અર્થ નથી. કર્મના ૫૨માણુઓનો પરિણમન-કાળ છે તેથી તે કર્મરૂપે પરિણમે છે ત્યાર જીવના મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામ નિમિત્તમાત્ર છે. નિમિત્તમાત્ર એટલે ભિન્નપણે ઉપસ્થિત છે.
પંચાસ્તિકાય ગાથા ૬૨માં એમ કહ્યું છે કે સમય સમયના જીવના વિકારી પરિણામ સ્વયં પોતાના ષટ્કારકથી થાય છે. તેમાં પર કારકોની અપેક્ષા નથી. જીવના વિકારી પરિણામ પોતે પોતાથી-પોતાના ષટ્કારકરૂપ પરિણમન થાય છે એમાં જડકર્મના કારકની બીલકુલ અપેક્ષા નથી. આ વિષય પર વર્ષો પહેલાં ચર્ચા ચાલેલી. તો સામે પક્ષેથી કહે કે એ તો અભિન્ન કા૨કની વાત છે. પણ અભિન્નનો અર્થ શું? ભાઇ! વિકારી પરિણામ પોતે પોતાથી સ્વતંત્ર થાય છે એમ એનો અર્થ છે. લોકોને સ્વતંત્રપણું બેસે નહિ એટલે શું થાય? ભાઇ! સ્વરૂપ બહુ સૂક્ષ્મ છે. નિમિત્ત છે માટે જીવ વિકા૨પણે પરિણમે છે એમ નથી. અહીં તો નિમિત્તપણું છે બસ એટલું જ સિદ્ધ કરવું છે.
* ગાથા ૮૦-૮૧-૮૨ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
‘જીવપરિણામને નિમિત્ત કરીને પુદ્દગલો કર્મપણે પરિણમે છે અને પુદ્દગલકર્મને નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે.'
જુઓ કર્મરૂપે પરિણમવાનો પુદ્દગલનો કાળ હતો તેજ વખતે અહીં જીવમાં જે શુભાશુભ રાગના પરિણામ હતા તેને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્તે તેને પરિણમાવ્યા છે એમ નથી. જો નિમિત્ત પરિણમાવી દે તો નિમિત્ત નિમિત્ત રહે નહિ, પણ ઉપાદાન થઇ જાય. કર્મ અને આત્મા બન્ને એક થઇ જાય. અહીં જે જીવ પરિણામ કહ્યા છે તે વિકારી પરિણામની વાત છે. ગાથા ૭૫ થી ૭૮માં જે જીવપરિણામ કહ્યા હતા તે નિર્મળ વીતરાગી પરિણામની વાત હતી. ત્યાં ભેદજ્ઞાનીના પરિણામની વાત હતી. આ અજ્ઞાનીના પરિણામની વાત છે. જ્યાં જે જે જેમ છે ત્યાં તે તેમ સમજવું જોઇએ. અહીં કહે છે કે જીવના પરિણામને નિમિત્ત કરીને એટલે કે જીવના જે મિથ્યાત્વ અને રાગદ્વેષના પરિણામ છે તેને નિમિત્ત કરીને પુદ્દગલો કર્મરૂપે પરિણમે છે. ૫૨માણુઓ જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #173
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ અકર્મ અવસ્થાએ હતા તે કર્મઅવસ્થારૂપે થયા એ પરમાણુઓનો સ્વકાળ છે, એ એની નિજ ક્ષણ છે, જન્મક્ષણ છે. નિમિત્તને લઇને એટલે વિકારને લઇને પુદ્ગલોના પરિણમનનો કાળ થયો છે એમ નથી.
જીવમાં પણ મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામ થવાની નિજક્ષણ છે, અને ત્યારે કર્મનો ઉદય કહેવાય છે. જીવને વિકારભાવે પરિણમવાનો કાળ છે ત્યારે કર્મનો ઉદય એમાં નિમિત્ત છે. કર્મનો ઉદય( નિમિત્ત) હુતો માટે જીવમાં રાગ-દ્વેષના વિકારી પરિણામ થવા અથવા માટે જીવને રાગદ્વેષભાવે પરિણમવું પડયું એમ છે જ નહિ. જો એમ હોય તો નિમિત્ત અને ઉપાદાન એટલે કે કર્મ અને જીવ બન્ને એક થઇ જાય.
અહાહા...! આત્મા અદ્દભુત ચૈતન્યચમત્કારરૂપ હીરલો છે. એની જેને કિંમત જણાઈ નથી એ જીવ મિથ્યાત્વ અને રાગદ્વેષપણે પરિણમે છે. તે વિકારી ભાવનું જ્યારે હાજરપણું છે તે વખતે પુગલની જે કર્મરૂપ અવસ્થા થાય છે તે પુદ્ગલનું સ્વતંત્ર પરિણમન છે. ત્યારે કોઇ કહે કે રાગદ્વેષ ન કર્યા હોત તો કર્મબંધ ન થાત? પણ ભાઇ! એ પ્રશ્ન જ કયાં છે? (એક અવસ્થામાં બીજી અવસ્થાની કલ્પનાનો પ્રશ્ન જ ક્યાં છે?) અહીં તો એમ વાત છે કે જીવે રાગ-દ્વેષ કર્યા માટે પુગલને કર્મરૂપે પરિણમવું પડયું એમ છે જ નહિ.
જીવના પરિણામને નિમિત્ત કરીને પુદ્ગલો કર્મપણે પરિણમે છે. અહીં “નિમિત્ત કરીને '—એમ શબ્દ વાપર્યો છે. પણ એનો અર્થ શું? નિમિત્ત છે માટે પુદ્ગલ કર્મપણે પરિણમે છે એમ અર્થ નથી. શું એને ખબર છે કે જીવમાં રાગ છે માટે કર્મપણે પરિણમું? અહીં રાગ છે માટે પુગલો દર્શનમોહપણે પરિણમે છે એમ છે જ નહિ. તે કાળે પરમાણુની લાયકાતથી તે તે કર્મની પર્યાય થાય છે. અને ત્યારે જીવના વિકારી પરિણામ એનું નિમિત્ત કહેવામાં આવે છે.
તેવી રીતે પુદગલકર્મને નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે. એટલે કે જીવ સ્વયં સ્વાધીનપણે રાગદ્વેષરૂપે પરિણમે ત્યારે જડ કર્મનો ઉદય નિમિત્તમાત્રપણે છે. કર્મનો ઉદય નિમિત્ત છે માટે જીવ રાગદ્વેષપણે પરિણમે છે એમ નથી. તે કાળે જીવને રાગદ્વેષરૂપે થવાનો સ્વકાળ છે અને ત્યારે કર્મનો ઉદય નિમિત્ત છે બસ. નિમિત્ત કરીને એટલે કે ત્યાં નિમિત્તપણું છે, હાજરી છે બસ એટલી વાત છે. જુઓ બન્નેનો કાળ એક જ છે. તો પછી આ છે તો આ થયું એમ કયાં રહ્યું? ફકત નિમિત્ત છે એટલી વાત છે. જીવના પરિણામ એક સમયનું સત્ પોતાથી છે. કર્મપરિણામનો ઉત્પાદ થયો માટે છે એમ નથી. અને જીવના રાગદ્વેષના પરિણામનો ઉત્પાદ થયો માટે તે કાળે કર્મના પરિણામ થયા એમ પણ નથી. “નિમિત્ત કરીને” જે કહ્યું છે એનો અર્થ એટલો જ છે કે નિમિત્ત હોય છે.
જેટલા પ્રમાણમાં જીવને રાગદ્વેષ પરિણામ હોય તેટલા પ્રમાણમાં ચારિત્રમોહનીય કર્મ બંધાય છે. મિથ્યાત્વના પણ અનંત રસ છે. જેટલા પ્રમાણમાં મિથ્યાત્વનો ભાવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૦-૮૧-૮૨ ]
| [ ૧૬૩ હોય તેટલા પ્રમાણમાં દર્શનમોહ કર્મ બંધાય છે. છતાં આને લઇને કર્મ બંધાય છે એમ નથી.
હવે કહે છે-“એમ જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને અન્યોન્ય હેતુપણાનો ઉલ્લેખ હોવા છતાં પણ જીવ અને પુગલને પરસ્પર વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે જીવને પુગલપરિણામો સાથે અને પુદ્ગલકર્મને જીવપરિણામો સાથે કર્તા કર્મપણાની અસિદ્ધિ હોઇને, માત્ર નિમિત્તનૈમિત્તિકભાવનો નિષેધ નહિ હોવાથી, અન્યોન્ય નિમિત્ત માત્ર થવાથી જ બન્નેના પરિણામ થાય છે.
જીવ-પુદ્ગલના પરિણામનો પરસ્પર નિમિત્તપણાનો ઉલ્લેખ હોવા છતાં વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. એટલે જીવ વિકાર કરે તે વ્યાપક અને જડ કર્મની અવસ્થા થાય તે વ્યાપ્ય એમ નથી. તે જ પ્રમાણે કર્મનો ઉદય તે વ્યાપક અને જીવના પરિણામ તે એનું વ્યાપ્ય એમ પણ નથી. પરસ્પર વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી જીવને પુદ્ગલ પરિણામ સાથે અને પુદ્ગલને જીવપરિણામ સાથે કર્તાકર્મપણાની અસિદ્ધિ છે. કર્મનું નિમિત્ત છે તેણે જીવને રાગ કરાવ્યો અને જીવે રાગ કર્યો માટે જડકર્મ બંધાયું-એમ કર્તાકર્મ ભાવનો બન્નેને અરસપરસ અભાવ છે. માત્ર નિમિત્તનૈમિત્તિકભાવનો નિષેધ નથી. એકબીજાને નિમિત્તનૈમિત્તિકભાવ છે. અન્યોન્ય નિમિત્તમાત્ર થવાથી જ બન્ને ના પરિણામ થાય છે.
પ્રથમ પોતાની વસ્તુ સ્વતંત્ર છે એની ખબર વિના ધર્મ કેમ થાય? ધર્મ કરનારને પ્રથમ ખ્યાલ હોવો જોઇએ કે અજ્ઞાનભાવે જેટલા વિકારી પરિણામ થાય છે તે મારાથી સ્વતંત્ર થાય છે; અને તે કાળે જડ કર્મની પરિણતિનું કાર્ય પુદગલથી ત્યાં સ્વતંત્ર થાય છે. મને રાગવૈષ થયા માટે ત્યાં જડકર્મનું પરિણમન થાય છે એમ નથી. પ્રથમ પર્યાયમાં વિકારની સ્વતંત્રતા મારાથી છે અને કર્મની પર્યાયમાં કર્મની સ્વતંત્રતા છે એમ લક્ષમાં આવવું જાઇએ.
જીવ અને પુગલને પરસ્પર વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. તેથી એકબીજાના નિમિત્તપણાનો ઉલ્લેખ એટલે કથન હોવા છતાં પરસ્પર કર્તાકર્મભાવ નથી. જીવના રાગ-દ્વેષ કર્મમાં નિમિત્ત હો, તેમ કર્મનો ઉદય જીવના રાગદ્વેષનું નિમિત્ત હો; પરંતુ જીવે જે વિકારી પરિણામ કર્યા તે કર્મબંધનની પર્યાયનો કર્તા છે એમ નથી તથા કર્મનો ઉદય વિકારી ભાવનો કર્તા છે એમ પણ નથી. જીવે પોતાના મિથ્યાત્વ અને રાગદ્વેષના પરિણામ સ્વતંત્રપણે કર્યા ત્યારે પુદ્ગલ સ્વયં સ્વતંત્રપણે કર્મપર્યાયપણે થયા છે. તે જ પ્રમાણે કર્મ પોતે સ્વતંત્રપણે ઉદયરૂપ થયા ત્યારે જીવ સ્વતંત્રપણે મિથ્યાત્વ અને રાગદ્વેષરૂપે પરિણમ્યો છે. આમ બન્નેનું પરિણમન સ્વતંત્ર છે.
ભાઇ! હજુ પર્યાયની સ્વતંત્રતા જેને બેસતી નથી તેને દ્રવ્ય જે વ્યક્ત નથી તેની સ્વતંત્રતાની વાત કેમ બેસે ? પોતાની જે પ્રગટ પર્યાય તે સ્વતંત્ર છે, પરને લઇને નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
અને કર્મનું બંધન થાય તે કર્મને લઇને છે, જીવને લઇને નથી. આવી સમયસમયની પર્યાયની સ્વતંત્રતાની વાત જેને ન બેસે તેને આનંદકંદ પ્રભુ ત્રિકાળી શુદ્ધ સૂક્ષ્મ ચૈતન્યસ્વભાવની સ્વતંત્રતા દૃષ્ટિમાં નહિ બેસે અને તેને સમ્યગ્દર્શન પ્રગટ નહિ થાય. જે પ્રગટ દશા છે એનો કર્તા પ૨ છે એમ માને એને પર્યાયના સ્વતંત્ર પરિણમનની ખબર નથી. અહીં તો અજ્ઞાનપણામાં જીવ પોતે વિકારી પરિણામનો સ્વતંત્ર કર્તા થઇને તે પરિણામને કરે છે અને એ વાત સિદ્ધ કરી છે. ભેદજ્ઞાન થયા પછી આત્મા રાગનો કર્તા અને રાગ એનું કાર્ય એવી કર્તાકર્મબુદ્ધિ રહેતી નથી.
શ્રી કુંદકુંદાચાર્યદેવની બાર અનુપ્રેક્ષામાં આવે છે કે કર્મના આસ્રવનું (નિમિત્ત ) કારણ એવો જે વિકા૨ીભાવ તેના કારણે આત્મા સંસારમાં ડૂબે છે. શુભભાવથી પણ જીવ સંસારસાગરમાં ડૂબી જાય છે. દયા, દાન આદિ પુણ્યના ભાવ છે તે આસ્રવ છે અને તે મોક્ષનું કારણ નથી. સમ્યગ્દર્શન વિના અજ્ઞાનની જેટલી બાહ્ય ક્રિયા છે તે સઘળી સંસારમાં રખડવાની ક્રિયા છે. આસ્રવભાવ તો નિંદનીય જ છે, અનર્થનું કારણ છે.
પ્રશ્ન:- જિનવાણીમાં વ્યવહા૨ને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે ને?
ઉત૨:- હા, પણ કોને? જેણે રાગથી ભિન્ન પડીને ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કર્યો છે એના મંદરાગના પરિણામને પરંપરા મોક્ષનું કારણ કહ્યું છે. જેને અનુભવમાં જ્ઞાન અને આનંદની દશા પ્રગટી છે તેના શુભભાવમાં અશુભ ટળ્યો છે અને હવે પછી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સ્વનો ઉગ્ર આશ્રય લઇને શુભને પણ ટાળી મોક્ષપદ પામશે તેથી તેના શુભ રાગને પરંપરા કારણ કહેવામાં આવ્યું છે. ખરેખર તો રાગ મિથ્યાદષ્ટિને કે સમ્યગ્દષ્ટિને મોક્ષનું કારણ છે જ નહિ.
સમયસાર નાટકમાં પંડિત બનારસીદાસે કહ્યું છે કે છઠ્ઠાગુણસ્થાને પંચમહાવ્રતનો કે સમિતિ, ગુપ્તિ ઇત્યાદિનો જે રાગભાવ થાય તે સંસા૨પંથ છે, જગપંથ છે.
66
તા કારણ જગપંથ ઇત, ઉત સિવમારગ જોર; પ૨માદી જગકો કૈ, અપરમાદી સિવ ઓર.’
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના ધારક સાચા સંત મુનિરાજને જે શુભરાગ છે તે પ્રમાદ છે અને તે જગપંથ છે, મોક્ષપંથ નથી. અંતરમાં આનંદ સ્વરૂપ ભગવાન આત્માના આશ્રયથી જે વીતરાગતા પ્રગટી છે તે મોક્ષપંથ છે. અહાહા...! છઠ્ઠગુણસ્થાને મુનિરાજને જે વ્રતાદિનો વિકલ્પ છે તે જગપંથ છે. ભાઇ! વીતરાગ માર્ગ વીતરાગભાવથી ઊભો થાય છે, રાગથી નહિ, રાગ તો સંસાર ભણી ઝુકે છે. અહા! જ્ઞાનીને તો રાગ સાથે કર્તાકર્મભાવનો અભિપ્રાય જ નથી, છતાં જે રાગ છે તે જગપંથ છે. આ જિનવચન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૫
સમયસાર ગાથા ૮૦-૮૧-૮૨ ] પંડિત બનારસીદાસજીએ જિનવાણી વિષે કાવ્ય લખ્યું છે. એમાં કહે છે કે
“એસૌ ઓમકારકો અમૂલ ચૂલ મૂલ રસ
બનારસદાસજીકે વદન વિલાસ હૈ.” આ ૐકારવાણી-જિનવાણી અમૂલ્ય છે, ચૂલ એટલે મનોહર છે અને સાંભળનારને આનંદરસની દેનારી છે. આ ૐધ્વનિ મુખની શોભા છે.
બનારસીદાસ અંગ દ્વાદશ વિચાર યામેં
ઐસે ઉૐકાર કંઠ પાઠ તોહિ આયા હૈ. જે કારધ્વનિમાં બાર અંગેના વિચાર ભર્યો છે એ ભગવાનની વાણી એમ કહે છે. કે-જીવના વિકારી પરિણામ પોતાથી સ્વતંત્ર થાય છે ત્યારે તે કાળે પુદગલો સ્વયં જડકર્મની પર્યાયપણે પરિણમે છે. વિકારી પરિણામ તેમાં નિમિત્તમાત્ર છે, પરંતુ એ નિમિત્તને લઇને કર્મબંધન થયું છે એમ નથી, કર્તાકર્મભાવ નથી.
તત્ત્વાર્થસૂત્રમાં આવે છે કે છ પ્રકારના પરિણામ જીવ કરે એનાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. એનો અર્થ એ છે કે જીવના પરિણામ અને પુલના પરિણામને નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. એટલે કે કર્મબંધનની પરિણતી સ્વકાળે પોતાથી થઇ તો રાગદ્વેષના પરિણામ ત્યાં નિમિત્ત છે-બસ એટલી વાત છે. પરંતુ જીવને રાગદ્વેષ થયા માટે કર્મબંધન થયું એમ નથી. ભાઇ! ૐકાર ધ્વનિમાં આવેલી વાત છે.
કહે છે કે માત્ર નિમિત્તનૈમિત્તિકભાવનો નિષેધ નહિ હોવાથી અન્યોન્ય નિમિત્ત માત્ર થવાથી જ બન્નેના પરિણામ થાય છે. આત્મા કર્મરૂપ પુદ્ગલના ગુણોને કરતો નથી, તેવી રીતે કર્મ આત્માના રાગદ્વેષાદિ શુભાશુભ ભાવોને કરતું નથી. બન્નેના પરિણામ પરસ્પર નિમિત્તમાત્ર થવાથી જ થાય છે, કર્તા નહિ. જીવના વિકારી પરિણામમાં કર્મનો ઉદય નિમિત્તમાત્ર છે, કર્તા નહિ.
પ્રશ્ન:- કર્મનો ઉદય આવે તો વિકાર કરવો જ પડે ને?
ઉત્તરઃ- કર્મનો ઉદય આવે તો વિકાર કરવો જ પડે એ માન્યતા યથાર્થ નથી. શ્રી જયસેનાચાર્યની ટીકામાં (પ્રવચનસાર ગાથા ૪૫માં) આવ્યું છે કે કર્મનો ઉદય હોવા છતાં શુદ્ધ ઉપાદાનપણે આત્મા પરિણમે તો કર્મનો ઉદય છૂટી જાય છે, નવીન બંધ થતો નથી. જીવ સ્વભાવ સન્મુખતા કરે, સ્વમાં ઝુકે તો કર્મનો ઉદય હોવા છતાં કર્મની નિર્જરા થઇ જાય છે. જો કર્મના ઉદયથી બંધ થાય તો સંસારીઓનો કર્મનો ઉદય સદાય રહેતો હોવાથી સદા બંધ જ રહે. મોક્ષ ન થાય; પણ એમ નથી.
હવે કહે છે-“તે કારણે, જેમ માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી, જીવ પોતાના ભાવનો કર્તા કદાચિત્ છે, પરંતુ જેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ માટી વડે કપડું કરી શકાતું નથી તેમ પોતાના ભાવ વડ પરભાવનું કરાવું અશકય હોવાથી પુલભાવોનો કર્તા તો કદી પણ નથી એ નિશ્ચય છે.'
જુઓ, જેટલા પ્રમાણમાં રાગ કરે તેટલા પ્રમાણમાં કર્મ બંધાય છતાં રાગ કર્મની અવસ્થાનો કર્તા નથી. આ આંગળી ઊંચી નીચી થાય તે એની પોતાની પર્યાયથી થાય છે, એમાં વિકલ્પ નિમિત્ત છે; પણ વિકલ્પના (નિમિત્તના) કારણે એ કાર્ય ત્યાં જડમાં થયું છે એમ નથી.
લોકો માને છે કે-અમે દેશસેવાનાં કામ કરીએ છીએ, સમાજને સુધારી દઇએ છીએ, કુટુંબને ઊંચુ લાવીએ છીએ. પણ એ બધું કોણ કરે, ભાઇ? તને ખબર નથી કે જીવ કર્તા થઇને કદાચિત પોતાના વિકારી પરિણામને કરે પણ પરનો કર્તા થઈ શકે નહિ. અજ્ઞાની વિકારી પરિણામ તે મારું કાર્ય એમ માને પણ પરનો કર્તા થઇ શકે નહિ. જેમ માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી પોતાના વિકારી ભાવનો જીવ કર્તા છે. અહીં વિકારી ભાવ જીવના છે એમ સિદ્ધ કરીને પછી જ્ઞાનભાવ સિદ્ધ કરવો છે.
પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી–એટલે કે વિકારી ભાવ જીવમાં પોતાથી થાય છે. પરને લઇને તે થતો નથી. શાસ્ત્રમાં એમ પણ આવે છે કે સમ્યગ્દર્શનની પર્યાયનો આત્મા કર્તા નથી. એ તો ત્યાં પર્યાયદષ્ટિ છોડાવી દ્રવ્યદૃષ્ટિ કરાવવાની વાત છે.
જ્યારે અહીં અજ્ઞાનીની મુખ્યતાથી વાત છે. માટે જીવ અજ્ઞાનપણે પોતાના વિકારી ભાવનો કર્તા છે એમ કહ્યું છે. અહીં વિકારી ભાવનો અજ્ઞાની કર્તા છે એમ સિદ્ધ કરવાની વાત છે.
પરનો કર્તા આત્મા નથી. વળી રાગનો કર્તા જે પોતાને માને તે પણ વાસ્તવમાં જૈન નથી. જે રાગનો કર્તા પોતાને માને તે મિથ્યાદષ્ટિ છે, જૈન નથી. ધર્મી જૈન તો આનંદનો કર્તા થઇને આનંદને ભોગવે, અનુભવે છે. ભાઇ! જૈન કોઇ સંપ્રદાય નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે. કહ્યું છે ને કે
જિન સો હી હૈ આત્મા, અન્ય સો હી હૈ કર્મ,
યહી વચનને સમજ લે, જિન પ્રવચનકા મર્મ' વીતરાગસ્વરૂપ ભગવાન આત્મા છે. એની જ્યાં દષ્ટિ અને અનુભવ થયો તો જ્ઞાની રાગનો કર્તા થતો નથી, પરંતુ તેનો જાણનાર જ્ઞાતા રહે છે અને તે જૈન છે.
રાગ સમકિતીને, મુનિને થાય છે ખરો, પણ તે કાળે તે જાણેલો પ્રયોજનવાન છે. બારમી ગાથામાં તે આવે છે કે તે તે કાળે જે જે પ્રકારના રાગની દશા છે તેને તે તે પ્રકારે જ્ઞાન પોતાથી જાણે છે. રાગ છે માટે જાણે છે એમ નહિ, પણ પરને પણ જાણવાનું પોતાના જ્ઞાનનું સ્વતંત્ર પરિણમન છે માટે જાણે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૦-૮૧-૮૨ ]
[ ૧૬૭ અહીં કહે છે કે-જેમ માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી, જીવ પોતાના ભાવનો કર્તા કદાચિત્ છે. વિકારી ભાવનો કર્તા કદાચિત્ જીવ છે. કદાચિત્ એટલે જ્યાં સુધી રાગથી ભિન્ન પડી સમ્યગ્દર્શન પ્રગટ ન કરે ત્યાં સુધી અજ્ઞાનભાવે અજ્ઞાની જીવ રાગનો કર્તા થાય છે. કદાચિત્ એટલે અજ્ઞાનદશામાં જીવ રાગનો કર્તા છે. (સમ્યગ્દર્શન થયા પછી જ્ઞાની ધર્મી જીવ જ્ઞાન પરિણામનો કર્તા થાય છે ).
અરે જીવ ! તું કેટકેટલા દુઃખમાં અનાદિથી ઘેરાઇ ગયો છે! ભાવપાહુડમાં તો એમ કહ્યું છે કે-પ્રભુ! અજ્ઞાનના કારણે તારાં એટલાં મરણ થયાં કે તારા મરણના કાળે તારાં દુઃખ જોઇને તારી માતાએ રડીને જે આસું સાર્યા તે એકઠાં કરીએ તો દરિયાના દરિયા ભરાય. આવા તો મનુષ્યપણાના અનંત ભવ કર્યા. તેમ નરકમાં, સ્વર્ગમાં, ઢોરમાં, તિર્યચમાં, નિગોદાદિમાં અનંત-અનંત ભવ કર્યા. અહા ! દુઃખ જ દુઃખમાં તારો અનંતકાળ નિજસ્વરૂપના ભાન વિના ગયો. અંદર સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે; તેની દષ્ટિ કરી નહિ અને મિથ્યાત્વ અને રાગ-દ્વપના ભાવ કરી કરીને તે અનંત દુ ખ સહ્યાં. એ દુઃખની વાત કેમ કરવી! માટે હે ભાઈ ! તું અંતર્દષ્ટિ કર, જિનભાવના ભાવ.
વળી, જેમ માટી વડે કપડું કરી શકાતું નથી તેમ પોતાના ભાવ વડ પરભાવનું કરાયું અશકય હોવાથી, જીવ પુગલભાવોનો કર્તા તો કદી પણ નથી એ નિશ્ચય છે. માટી પોતાનો ભાવ એટલે ઘડાની પર્યાયને કરે છે, પણ માટી વડે કપડું કરી શકાતું નથી. માટી કર્તા અને કપડું એનું કાર્ય એમ બનતું નથી. કેવું દૃષ્ટાંત આપ્યું છે! તેમ જીવ વિકારના ભાવને કરે પણ કર્મની પર્યાયને કરે એ અશકય છે. તેમ જડ કર્મના ભાવ વડે કર્મનો ભાવ થાય પણ કર્મના ભાવ વડે જીવનો વિકારી ભાવ કરાવો અશકય છે. સીમંધર ભગવાનની પૂજામાં આવે છે કે
કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઇ;
અગ્નિ સહે ઘનઘાત, લોહકી સંગતિ પાઇ.” એકલી અગ્નિને કોઈ મારતું નથી, પણ લોહનો સંસર્ગ કરે તો અગ્નિને ઘણના ઘા ખાવા પડે છે. તેમ એકલો આત્મા, પરનો સંબંધ કરી રાગ-દ્વેષ ન કરે તો દુઃખને પાસ ન થાય. પણ નિમિત્તના સંગે પોતે રાગ દ્વેષ કરે તો ચારગતિના દુ:ખના ઘણ ખાવા પડે, ચારગતિમાં રઝળવું પડે. અરે ભાઇ ! રાગદ્વેષની એકતાનું અનંત દુઃખ છે અને એવાં અનંત દુઃખ તે ભોગવ્યાં છે.
અહીં તો સ્પષ્ટ વાત છે કે આત્મા પોતાના ભાવને કરતો હોવાથી વિકારીભાવોનો કર્તા અજ્ઞાનપણે આત્મા છે. પરંતુ જેમ માટી વડે કપડું કરી શકાતું નથી તેમ પોતાના વિકારીભાવ વડે કર્મબંધન થતું નથી. તેવી જ રીતે જડ કર્મના ભાવ વડે કર્મનો ભાવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ થાય પણ કર્મના ભાવ વડે જીવનો વિકારી ભાવ થતો નથી. કર્મને લઇને જીવમાં વિકાર થાય અને વિકારને લઈને કર્મબંધન થાય એમ કેટલાક માને છે પણ એ યથાર્થ નથી.
પંચાસ્તિકાય ગાથા દરમાં તો એમ કહ્યું છે કે પર્યાયમાં જે વિકાર થાય છે તે પોતાના પકારકથી થાય છે, તેમાં પરના પારકની અપેક્ષ નથી. આ વાત સાંભળીને લોકોને ખળભળાટ થઇ જાય છે. તેઓ એમ કહે છે કે કર્મથી વિકાર ન થાય તો વિકાર જીવનો સ્વભાવ થઇ જાય છે. અરે ભાઇ ! એમ નથી. વિકાર પર્યાયમાં પોતાથી થાય છે. પરની અપેક્ષા તો નહિ, પણ પોતાના દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા વિના સ્વતંત્રપણે એક સમયની પર્યાયમાં પકારકનું પરિણમન થઇને વિકાર સ્વયંસિદ્ધ થાય છે, પરથી નહિ. જેમ માટીથી કપડું ન થાય તેમ કર્મના ઉદયથી વિકાર ન થાય અને વિકાસના કારણે કર્મ બંધ ન થાય. જીવના પોતાના વિકારના પરિણમનમાં બીજી ચીજ (કર્મનો ઉદય) નિમિત્ત હો ભલે, પણ નિમિત્તને લઇને વિકાર થયો છે એમ નથી. અહીં પોતામાં પોતાથી વિકાર થયો ત્યારે બીજી ચીજને (કર્મના ઉદયને) નિમિત્ત કહેવામાં આવે છે. વિકાર પરથી થાય એમ જે માને તેને અંદર એકલો આનંદઘન પ્રભુ જ્ઞાનસ્વભાવનો રસકંદ સ્વયંજ્યોતિ ભગવાન પડ્યો છે એ કેમ બેસે ?
અહાહા..! માટી વડે જેમ કપડું કરી શકાતું નથી તેમ પોતાના વિકારી ભાવ વડે પરભાવનું કરાવું, કર્મબંધનનું કરાવું અશકય છે. ગજબ વાત છે! ધૂળબુદ્ધિવાળાને સમજવું કઠણ પડે. વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ રાગમાં જે હોંશ કરી ઉત્સાહથી રોકાઇ રહ્યો છે તેને અહીં કહે છે કે ભાઇ! પૂજાના શબ્દોની ભાષાનો કર્તા આત્મા નથી તને શુભભાવનો વિકલ્પ આવે છે માટે “સ્વાહા' ઇત્યાદિ શબ્દો બોલાય છે એમ નથી. ભાઇ! માટી વડે ઘડો થાય, પણ માટી વડે શું કપડું થાય? ન થાય. તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ થાય, પણ પોતાના ભાવ વડે શું પરનો ભાવ થાય? ન થાય. પહેલાં અસ્તિથી કહ્યું છે કે પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાય છે અને હવે નાસ્તિથી કહ્યું કે પોતાના ભાવ વડે પરનો ભાવ કદી કરી શકાતો નથી. ભાઇ! આ આંગળી હુલે છે એનો કર્તા આત્મા નથી. ભાષા બોલતી વેળા હોઠ હલે એનો કર્તા આત્મા નથી. એક રજકણની પણ જે સમયે જે પર્યાય થવાની યોગ્યતા છે તે તેનાથી સ્વતંત્રપણે થાય છે, એને આત્મા કરે એમ ત્રણકાળમાં છે નહિ.
અજ્ઞાની જીવ પોતાના રાગ વડે રાગને કરે, પણ રાગ વડે ભાષા કરે કે આંગળી હુલાવે એમ છે નહિ. પરમાં લેવા-દેવાનું કાર્ય થયું તે એને રાગ છે માટે થયું એમ નથી. કોઇને અનાજ આપવાનો શુભરાગ થયો માટે એ ભાવથી બીજાને અનાજ આપી શકાય એમ છે નહિ. પરના કાર્યમાં પ્રભુ આત્મા પાંગળો છે, કેમકે તે પરનું કાર્ય કરી શકતો નથી. શુભાશુભભાવ થયો એનાથી કર્મ બંધાયું અને એનાથી ગતિ પ્રાપ્ત થઇ એમ વ્યવહારથી કહેવાય છે, પણ વસ્તુ સ્વરૂપ એમ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #180
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૦-૮૧-૮૨ ]
[ ૧૬૯ અહીં સ્પષ્ટ કહે છે કે પોતાના ભાવ વડે પરભાવનું કરાવું અશકય હોવાથી પુદ્ગલભાવોનો કર્તા તો જીવ કદી નથી એ નિશ્ચય છે. જીવ અજ્ઞાનભાવે પોતાના રાગભાવોને કરે પણ એનાથી પરભાવનું કરાવું અશકય છે. દેશની સેવા કરી શકે, દીનદુ:ખિયાને આહાર, પાણી, ઓસડ દઈ શકે-એવી પરની ક્રિયા આત્મા કરી શકે એ વાત ત્રણ કાળમાં શકય નથી. શરીરની ક્રિયા આત્મા કરી શકતો નથી પછી કરવું કે નહિ એ પ્રશ્ન જ કયાં છે? આ પુસ્તકનું પાનું આમ ફરે તે ક્રિયા આંગળીથી થઇ શકે છે એમ નથી. એ પરમાણુ પોતે પોતાની ક્રિયાવતી શક્તિને લઇને આમ ગતિ કરે છે.
કળશટીકામાં પ્રશ્ન કર્યો છે કે આત્મામાં અનંત શક્તિઓ છે તો એમાં કોઈ એવી શક્તિ છે કે પરનું કામ કરે ? ત્યાં સમાધાન કર્યું છે કે ભગવાન! આત્મા પરનું કાંઇ કરે એવી એનામાં શક્તિ નથી. હા, આત્મામાં એવી શક્તિ છે કે અજ્ઞાનભાવે પર્યાયમાં રાગને કરે પણ જીવ પુગલભાવોનો કર્તા તો કદી પણ નથી એ નિશ્ચય છે. જ્ઞાનાવરણીય કર્મ બંધાય, દર્શનાવરણીયકર્મ બંધાય ઇત્યાદિ કર્મની પર્યાયનો કર્તા જીવ ત્રણ કાળમાં નથી.
પ્રશ્ન- કર્મરૂપી વેરીને હણે તે અરિહંત-આવો અરિહંતનો અર્થ શાસ્ત્રમાં કર્યો છે ને?
ઉત્તર- હા, શાસ્ત્રમાં એવા કથન આવે છે કે આત્મા કર્મ બાંધે, આત્મા કર્મ હણે છોડે; પણ એ તો બધાં વ્યવહારનાં કથન છે. અહીં તો કહે છે કે આત્મા જડ કર્મને હણી શકતો નથી. આત્મા રાગદ્વેષ કરે ત્યાં જે કર્મ બંધાય તે એના કારણે અને વીતરાગતા પ્રગટ કરે ત્યાં જે કર્મ છૂટે તે પણ એના પોતાના કારણે. દરેક વખતે કર્મની અવસ્થા જે થવા યોગ્ય હોય તે પોતાથી સ્વતંત્રપણે થાય છે. અહીં વીતરાગભાવ પ્રગટ કર્યો માટે કર્મની અકર્મરૂપ અવસ્થા થઇ એમ નથી. આવું જ વસ્તુ સ્વરૂપ છે.
* ગાથા : ૮૦-૮૧-૮૨ ભાવાર્થ ઉપરનું પ્રવચન * જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને પરસ્પર માત્ર નિમિત્તનૈમિત્તિકપણું છે તો પણ પરસ્પર કતકર્મભાવ નથી.' અહીં મિથ્યાત્વ અને રાગદ્વેષને જીવના પરિણામ કહ્યા છે. અજ્ઞાનીની વાત છે ને? ભેદજ્ઞાન નથી એવો અજ્ઞાની જીવ સ્વતંત્રપણે પોતે જ રાગદ્વેષને કરે છે. અજ્ઞાની જીવના શુભાશુભ વિકારી પરિણામ અને પુગલના પરિણામ કહેતાં કર્મનો ઉદય-એ બન્નેને પરસ્પર માત્ર નિમિત્તનૈમિત્તિકપણું છે. જીવના વિકારી પરિણામ નૈમિત્તિક પોતાના ઉપાદાનથી થયા ત્યારે જડ કર્મનો ઉદય નિમિત્તમાત્ર છે. આવું બન્નેને નિમિત્તનૈમિત્તિકપણું હોવા છતાં પરસ્પર કર્તાકર્મપણું નથી. જીવના વિકારી પરિણામમાં કર્મનું નિમિત્ત અને કર્મ પરિણમે છે એમાં અજ્ઞાનીના રાગદ્વેષનું નું નિમિત્ત-આમ પરસ્પર નિમિત્તનૈમિત્તિકપણું હોવા છતાં કર્તાકર્મપણું નથી. કર્મ જીવના રાગને કરે અને રાગ છે તે કર્મબંધની પર્યાયને કરે એમ કદીય નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭) ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૪ પ્રશ્ન- કર્મનો કાંઇક પ્રભાવ તો પડે છે કે નહિ?
ઉત્તર:- ના પ્રભાવનો અર્થ શું? પ્રભાવ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? પ્રભાવ એટલે જડની પર્યાય; એનાથી જીવને વિકાર થાય એની અહીં ના પાડે છે. કર્મનો ઉદય જડના પરિણામ છે. એ જીવના વિકારી પરિણામને કરે એનો અહીં નિષેધ કરે છે. કહે છે કે જીવના પરિણામ અને પુદ્ગલના પરિણામને પરસ્પર કર્તાકર્મભાવ નથી. અજ્ઞાનદશામાં જીવ પોતાના વિકારી ભાવોનો કર્તા છે, પણ પરભાવોનો કર્તા કદી પણ નથી.
પ્રશ્ન:- આપના પ્રભાવથી હજારો માણસો સમજે છે ને?
ઉત્તર- જેની જેની તત્ત્વની વાત સાંભળવાની અને સમજવાની યોગ્યતા હોય છે તે પોતાના કારણે આવે છે, સાંભળે છે અને સ્વતંત્ર પોતાની તેવી યોગ્યતાથી સમજે છે. ભાઈ ! આ નિમિત્ત-ઉપાદાનની સ્વતંત્રતાની વાત લોકોને સમજવી કઠણ પડ છે; પણ અહીં તો સ્પષ્ટ કહ્યું છે કે જીવના વિકારી પરિણામ અને કર્મબંધનની પર્યાયને પરસ્પર નિમિત્તનૈમિત્તિક સંબંધ હોવા છતાં કર્તાકર્મભાવ નથી.
હવે કહે છે-“પરના નિમિત્તથી જે પોતાના ભાવ થયા તેમનો કર્તા તો જીવને અજ્ઞાનદશામાં કદાચિત કહી પણ શકાય, પરંતુ જીવ પરભાવનો કર્તા તો કદી પણ નથી.” જ્યાંસુધી રાગથી ભગવાન આત્મા ભિન્ન છે એવું ભેદજ્ઞાન થયું નથી ત્યાં સુધી અજ્ઞાનદશામાં નિમિત્તના લક્ષે મિથ્યાત્વ અને રાગદ્વેષના પરિણામ જીવે સ્વતંત્રપણે પોતે કર્યા છે-માટે તેનો કર્તા કહી શકાય. ત્યાં દર્શનમોહનો ઉદય આવ્યો માટે મિથ્યાત્વ થયું છે એમ નથી. નિમિત્ત છે ખરું, પણ એનાથી જીવને વિકારી પરિણામ થયા છે એમ નથી. તથા વિકારી પરિણામ થયા માટે કર્મબંધ થયો છે એમ નથી. કર્મબંધની પર્યાય પોતાથી જે થવા યોગ્ય હતી તે સ્વતંત્રપણે થઇ છે તેમાં રાગદ્વેષના પરિણામ નિમિત્તમાત્ર છે, કર્તા નહિ. રાગદ્વેષ કર્મબંધનના કર્તા છે અને કર્મબંધન એનું કાર્ય છે એમ નથી.
આત્મા કર્મને લઇને વિકાર કરે છે એમ જો કોઇ કહેતું હોય તો તે વાત તદ્દન ખોટી છે. કર્મ છે એ પરદ્રવ્યના પરિણામ છે અને વિકાર છે એ સ્વદ્રવ્યના ભૂલના પરિણામ છે. ચાહે તો મિથ્યાત્વ કરે કે રાગદ્વેષ કરે, એ દોષરૂપ પરિણામ પોતાથી સ્વતંત્ર કર્તા થઇને જીવ કરે છે. સ્વતંત્ર એટલે નિમિત્તની એને અપેક્ષા નથી, નિમિત્ત હો ભલે. પંચાસ્તિકાય ગાથા ૬રમાં આવ્યું છે ને કે વિકારની પર્યાય પોતે કર્તા, વિકારી પર્યાય તે કર્મ, વિકારી પર્યાય તે સાધન, વિકારી પર્યાય તે સંપ્રદાન, તે જ અપાદાન અને તે જ અધિકરણ-એમ વિકારી પરિણમનના પકારક પર્યાયનાં પોતાના સ્વતંત્ર છે. દ્રવ્ય-ગુણ પણ વિકારના કર્તા નથી અને પરદ્રવ્ય પણ વિકારનું કારક નથી. આવી દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતાની વાતનો નિર્ણય યથાર્થપણે કરવો પડશે હોં. એમાં સંદિગ્ધપણું નહિ ચાલે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #182
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૦-૮૧-૮૨ ]
[ ૧૭૧ આમ વાત છે ત્યારે કોઇ એમ કહે છે કે કર્મના કારણ વિના વિકાર થાય તો વિકાર જીવનો સ્વભાવ થઇ જાય. ભાઇ! પર્યાયમાં જે વિકાર થાય છે તે વર્તમાન પર્યાયનો સ્વભાવ જ છે. પર્યાયના પકારક પર્યાયથી છે, દ્રવ્ય-ગુણથી નહિ. દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ શુદ્ધ છે અને આ પર્યાય જે વિકારી થઇ છે તે પોતાથી થઇ છે.દ્રવ્ય-ગુણ શુદ્ધ છે તો પર્યાયમાં વિકાર થયો કયાંથી? તો કહે છે કે વર્તમાન પર્યાયની યોગ્યતાથી સ્વતંત્રપણે વિકાર થયો છે, કર્મને કારણે વિકાર થયો છે એમ નથી.
અજ્ઞાનદશામાં જીવ મિથ્યાત્વ અને રાગદ્વેષનો કર્તા છે પણ પરભાવનો કર્તા તો કદી પણ નથી. કર્મને બાંધે કર્મની પર્યાય અને છોડ પણ કર્મની પર્યાય; જીવ તેનો કર્તા નથી. જીવ દેહની અવસ્થાને કરે એમ પણ કદી બનતું નથી. શરીરને આમ ચલાવું એવા રાગને તે અજ્ઞાનવશ કરે છે તેથી તે રાગનો કર્તા છે, પણ દેહની અવસ્થાનો ત્રણ કાળમાં તે કર્તા નથી. ભાઇ! બહુ ધીરજ અને શાન્તિથી આ સમજવું. અનાદિથી તું જન્મ-મરણના સાગરમાં ગોથાં ખાતો દુ:ખમાં ડૂબી રહ્યો છે. અરે ભાઈ! સુખનો સાગર એવો ભગવાન આત્મા છે, તેના ભાન વિના તું દુઃખી જ દુઃખી છે.
પ્રશ્ન:- મિથ્યાત્વ અને પુણ્ય પાપના ભાવને અજ્ઞાનપણે જીવ પરની અપેક્ષા વિના સ્વતંત્રપણે કરે છે એવી સ્વતંત્રતાનો નિર્ણય કરાવીને એને(આત્માને) કયાં લઇ જવો છે?
ઉત્તર:- આવી સ્વતંત્રતા સિદ્ધ કરીને એને ત્રિકાળી આનંદનો નાથ જ્ઞાયકસ્વરૂપ ભગવાન પોતે છે ત્યાં એને લઇ જવો છે. શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે ને? પંચાસ્તિકાયમાં કહ્યું છે કે ચારે અનુયોગનાં શાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગતા છે. અહીં પણ જે વાત ચાલે છે એનું પણ તાત્પર્ય વીતરાગતા છે. જીવમાં વિકાર સ્વતંત્ર થાય છે એવો નિર્ણય કરાવીને એને વિકારમાં રોકી રાખવો નથી, પણ વિકારરહિત શુદ્ધ ચૈતન્યસ્વભાવમય ભગવાન આત્મા છે ત્યાં એને લઇ જવો છે. સ્વ-આશ્રયમાં એને લઇ જવો છે, કેમકે સ્વ-આશ્રયથી વીતરાગતા છે અને જ્યાં સુધી પરનો આશ્રય છે ત્યાં સુધી એને રાગ જ છે.
અનંતકાળથી જીવ પોતાની સ્વચ્છંદતાથી સંસારમાં રખડે છે. વ્યવહારથી-રાગથી લાભ(ધર્મ) થાય એવી ઊંધી માન્યતાથી તે સંસારમાં રખડે છે. પણ બાપુ! રાગથી વીતરાગતા ન થાય. વ્યવહારનું લક્ષ છોડીને સ્વનું નિજ ચૈતન્યસ્વભાવમય ત્રિકાળી શુદ્ધ આત્માનું લક્ષ કરે ત્યારે વીતરાગી પર્યાય પ્રગટ થાય. વિકાર પોતે સ્વતંત્રપણે કરે છે પણ વિકારથી આત્મા હાથ આવે એવી ચીજ નથી. એ તો શુદ્ધ ચૈતન્યની નિર્વિકારી અનુભૂતિથી પ્રાપ્ત થાય છે અને તે અનુભૂતિ સ્વના આશ્રય વડે પ્રગટે છે.
ખરેખર તો ત્રિકાળી જ્ઞાયકભાવ જે છે તે આત્મા છે.નિયમસાર ગાથા ૯૧માં આવે છે કે- મિથ્યારત્નત્રયને છોડીને, ત્રિકાળ નિરાવરણ, નિત્ય આનંદ જેનું એક લક્ષણ છે એવો, નિરંજન નિજ પરમપરિણામિકભાવસ્વરૂપ કારણપરમાત્મા તે આત્મા છે; તેના સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણનું રૂપ તે ખરેખર નિશ્ચયરત્નત્રય છે.” આવા ત્રિકાળી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭ ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૪ શુદ્ધ કારણપરમાત્માની દૃષ્ટિ કરી તેમાં જ સ્થિરતા કરવી તે સમ્યગ્દર્શન આદિ વીતરાગતારૂપ ધર્મ છે. બાકી બધાં થોથેથોથાં છે. આવી વીતરાગ નિર્મળ અનુભૂતિ કરાવવાનું અહીં પ્રયોજન છે. અહો ! દિગંબર આચાર્યોએ કેવાં ગજબ કામ કર્યો છે! કઈ પણ પાનું (શાસ્ત્રનું) ફેરવો કે કોઇ પણ ગાથા લો, બધે એક આત્મા જ ઘૂંટયો છે, અમૃત જ ઘૂંટયું છે. કહે છે-પ્રભુ તું કોઇ છો? અહાહા...! એક સમયની પર્યાય વિનાની ચીજ ભગવાન! તું નિર્મળ આત્મા છો. એને પોતાની નિર્મળ અનુભૂતિથી જાણવો તે ધર્મ છે અને આ સિવાય તેને પામવાનો બીજો કોઇ ઉપાય નથી. વ્યવહારરત્નત્રયના રાગથી તે જાણવામાં આવતો નથી; રાગરહિત નિર્વિકલ્પ અનુભૂતિથી આત્મા આવો છે એવી એની પ્રતીતિ થાય છે. આ મુદ્દાની વાત છે. (આવા આત્માને પ્રાપ્ત કરવો હોય તો પ્રથમ પર્યાયની સ્વતંત્રતા નક્કી કરવી પડશે ).
કોઇને હરખનો સન્નિપાત થયો હોય તો ખડખડ હસે, દાંત કાઢે. પણ શું તે સુખી છે? ના; તે દુઃખી જ છે. એમ વિકાર કરીને અમે સુખી છીએ એમ કોઇ માને તો તે પાગલ દુ:ખી જ છે. ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્મા કહે છે કે તું અમારી સામે જોઇશ તો તને રાગ જ થશે, કેમકે અમે( તારા માટે) પરદ્રવ્ય છીએ. માટે તું તારા સ્વદ્રવ્યમાં જો, તેથી તને વીતરાગતા અને ધર્મ થશે. અરિહંત પરમાત્મા કહે છે કે અમે જ્યારે મુનિદશામાં હુતા ત્યારે અમને આહારદાન આપનારને તે દાનના ભાવ વડે પુણ્યબંધ થયો હતો, ધર્મ નહીં. (પરના આશ્રયે થતા કોઈ ભાવથી ધર્મ ન થાય ).
કોઈ સાધુને આહારદાન આપવાથી સંસાર પરિત થાય એમ માને તો તે તદ્દન ખોટી વાત છે. શુભભાવથી સંસાર પરિત થાય એમ કદીય બને નહિ. હાથીના ભાવમાં સસલાની દયા પાળી તેથી સંસાર પરિત થયો-આવા બધા કથન સત્ય નથી.
અહીં તો કહે છે કે વિકારી પરિણામનો જીવ સ્વતંત્રપણેકર્તા છે, તેમાં પરનીકર્મોદયની અપેક્ષા નથી. આમ વિકારનું સ્વતંત્રપણું સિદ્ધ કર્યું છે. વિકાર પર્યાયમાં સમયે સમયે પોતાના પારકથી નવો નવો થાય છે. અને નિર્મળાનંદનો નાથ ચૈતન્યસ્વભાવી વસ્તુ ત્રિકાળ એવી ને એવી ધ્રુવ પડી છે તેનો આશ્રય લેતાં સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે. ભગવાન આત્મા ના આશ્રયે જે મોક્ષમાર્ગની પર્યાય પ્રગટ કરે તેનો પણ એ સ્વતંત્ર કર્તા છે. જડકર્મનો અભાવ થયો માટે મોક્ષમાર્ગ થયો છે એમ નથી. આવી વસ્તુસ્થિત છે તે યથાર્થ સમજવી જોઇએ.
[ પ્રવચન નં. ૧૩૭ શેષ, ૧૩૮, ૧૩૯ ચાલુ
*
દિનાંક ર૬-૭-૭૬ થી ૨૮-૭-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૮૩ ततः स्थितमेतज्जीवस्य स्वपरिणामैरेव सह कर्तृकर्मभावो भोक्तृभोग्यभावश्च
णिच्छयणयस्स एवं आदा अप्पाणमेव हि करेदि। वेदयदि पुणो तं चेव जाण अत्ता दु अत्ताणं।। ८३।।
निश्चयनयस्यैवमात्मात्मानमेव हि करोति।
वेदयते पुनस्तं चैव जानीहि आत्मा त्वात्मानम्।। ८३।। તેથી એ સિદ્ધ થયું કે જીવને પોતાના જ પરિણામો સાથે કર્તાકર્મભાવ અને ભોક્તાભોગ્યભાવ (ભોક્તાભોગ્યપણું) છે એમ હવે કહે છે:
આત્મા કરે નિજને જ એ મંતવ્ય નિશ્ચયનય તણું,
વળી ભોગવે નિજને જ આત્મા એમ નિશ્ચય જાણવું. ૮૩. ગાથાર્થ:- [ નિશ્ચયનયરચ] નિશ્ચયનયનો [gવમ] એમ મત છે કે [ લાત્મા ] આત્મા [ માત્માનમ્ વ દિ] પોતાને જ [રોતિ] કરે છે [તુ પુનઃ] અને વળી [ માત્મા ] આત્મા [ ત વ ાવ માત્માનન્] પોતાને જ [વેયતે] ભોગવે છે એમ હે શિષ્ય! તું [ નાનાદિ] જાણ.
ટીકાઃ- જેમ ઉત્તરંગ અને નિસ્તરંગ અવસ્થાઓને પવનનું વાવું અને નહિ વાવું તે નિમિત્ત હોવા છતાં પણ પવનને અને સમુદ્રને વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, સમુદ્ર જ પોતે અંતર્થાપક થઈને ઉત્તરંગ અથવા નિતરંગ અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઉત્તરંગ અથવા નિતરંગ એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે પરંતુ અન્યને કરતો પ્રતિભાતો નથી; અને વળી જેમ તે જ સમુદ્ર, ભાવ્યભાવકભાવના (ભાવ્યભાવકપણાના) અભાવને લીધે પરભાવનું પર વડે અનુભવાવું અશકય હોવાથી, ઉત્તરંગ અથવા નિસ્તરંગરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસે છે પરંતુ અન્યને અનુભવતો પ્રતિભાસતો નથી; તેવી રીતે સસંસાર અને નિઃસંસાર અવસ્થાઓને પુદ્ગલકર્મના વિપાકનો સંભવ અને અસંભવ નિમિત્ત હોવા છતાં પણ પુદ્ગલકર્મને
૧. ઉત્તરંગ = જેમાં તરંગો ઊઠે છે એવું; તરંગવાળું. ૨. નિતરંગ = જેમાં તરંગો વિલય પામ્યા છે એવું; તરંગ વિનાનું. ૩. સંભવ = થવું તે; ઉત્પતિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ અને જીવને વ્યાયવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, જીવ જ પોતે અંતર્થાપક થઈને સસંસાર અથવા નિઃસંસાર અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને સસંસાર અથવા નિઃસંસાર એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસો પરંતુ અન્યને કરતો ન પ્રતિભાસો; અને વળી તેવી રીતે આ જ જીવ, ભાવ્યભાવકભાવના અભાવને લીધે પરભાવનું પર વડે અનુભવાવું અશકય હોવાથી, સસંસાર અથવા નિઃસંસારરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસો પરંતુ અન્યને અનુભવતો ન પ્રતિભાસો.
ભાવાર્થ- આત્માને પરદ્રવ્ય-પુદ્ગલકર્મ-ના નિમિત્તથી સસંસાર-નિઃસંસાર અવસ્થા છે. તે અવસ્થારૂપ આત્મા પોતે જ પરિણમે છે. તેથી તે પોતાનો જ કર્તા-ભોક્તા છે; પુદગલકર્મનો કર્તા-ભોક્તા તો કદી નથી.
સમયસાર ગાથા ૮૩ઃ મથાળું તેથી એ સિદ્ધ થયું કે જીવને પોતાના જ પરિણામો સાથે કર્તાકર્મભાવ અને ભોક્તાભોગ્યભાવ છે. બંધમાર્ગ અને મોક્ષમાર્ગ બન્નેનો કર્તા આત્મા સ્વતંત્ર છે એમ હવે સિદ્ધ કરે છે –
* ગાથા ૮૩ : ટીકા ઉપરનું પ્રવચન * જુઓ, ગપ્પામેવ હિ રેટ્રિ–એમ (ગાથામાં) પાઠમાં છે ને ? મતલબ કે વિકારી અને નિર્વિકારી પર્યાયને આત્મા કરે છે. સવારે એમ આવ્યું હતું કે આત્મા મોક્ષમાર્ગની પર્યાયને પણ કરતો નથી. એ તો ત્યાં વસ્તુનો-આત્માનો અકર્તાસ્વભાવ સિદ્ધ કર્યો છે. અહીં તો કર્તાપણાની વાત કરે છે. આત્મા પરનો કર્તા નથી અને પર કર્તા થઇને આત્મામાં કાંઇ કરતું નથી એ વાત અહીં સિદ્ધ કરવી છે. તેથી કહે છે કે મોક્ષમાર્ગની પર્યાય અને રાગની વિકારી પર્યાયનો કર્તા જીવ છે, કર્મ નહિ. ભાઇ ! આ તારી સ્વતંત્રતાનો ઢંઢેરો પીટ્યો છે. માટે કર્મથી થાય અને રાગથી થાય એવી વિપરીતતા છોડી દે. વિપરીત પરિણામનું ફળ આકરું આવશે. બાપા!
“જેમ ઉત્તરંગ અને નિસ્તરંગ અવસ્થાઓને પવનનું વાવું અને નહિ વાવું તે નિમિત્ત હોવા છતાં પણ પવનને અને સમુદ્રને વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ છે.'
દરિયામાં તરંગ ઉઠે તેને ઉત્તરંગ કહે છે અને તરંગ વિલય પામે તેને નિતરંગ (તરંગ રહિત) કહે છે. દરિયામાં તરંગ ઉઠે ત્યારે પવનનું વાવું નિમિત્ત છે અને જ્યારે તરંગ વિલય પામે ત્યારે પવનનું નહિ વાવું નિમિત્ત છે. પવનનું વાવું નિમિત્ત છે એટલે એ (પવનનું વાવું) તરંગને ઉઠાવે છે એમ નથી. તથા પવનનું નહિ વાવું તરંગને શમાવી દે છે એમ નથી. પવન અને સમુદ્રને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. એટલે પવન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૩ ]
[ ૧૭૫
વ્યાપક અને સમુદ્રનું તરંગ એનું ભાષ્ય-એમ નથી. માટે ત્યાં કર્તાકર્મપણાની અસિદ્ધિ છે. સમુદ્રમાં તરંગ ઉઠયું તે વેળા પવનનું નિમિત્ત છે પણ પવનથી તરંગ ઉયું છે એમ નથી. અને તરંગ શમી ગયું ત્યારે પવનનો અભાવ નિમિત્ત છે, પણ પવનના અભાવને કારણે તરંગ શમી ગયું છે એમ નથી.
દરિયામા મોજાં ઉઠે એમાં પવનનું નિમિત્તપણું હો. વળી મોજાં શમાય એમા પવનના અભાવનું નિમિત્ત હો. (નિમિત્ત નથી એમ કોણ કહે છે?). એમ હોવા છતા પવનને લઇને મોજું ઉત્પન્ન થયું અને પવન નથી માટે મોજું શમાય ગયું એમ નથી. સંયોગષ્ટિ વડે જોના૨ને એમ ભાસે કે આ પવન આયો( વાયો ) માટે મોજાં ઉછળ્યાં અને પવન વાતો બંધ થયો માટે મોજાં શમી ગયાં. પરંતુ ભાઇ! વસ્તુ સ્વરૂપ એમ નથી. પોતાના કારણે મોજું થયું છે અને પોતાના કારણે શમી ગયું છે. કહે છે ને કે પવન અને સમુદ્રને વ્યાપ્યવ્યાપકપણાનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે. પવન મોજાને ઉત્પન્ન કરે અને પવનનો અભાવ મોજાને શમાવી દે એમ ત્રણકાળમાં નથી.
લોકોને એવું લાગે છે કે નિમિત્તથી ૫૨માં કાંઇ ન થાય તો એને નિમિત્ત કેમ કહીએ ? અરે ભાઇ! નિમિત્ત પદ્રવ્યને અડતુંય નથી. પરદ્રવ્યની પર્યાયને નિમિત્તની પર્યાય અડતી નથી. માટે નિમિત્તને લઇને પદ્રવ્યમા કાઇક થાય એવું છે જ નહિ.
‘સમુદ્ર જ પોતે અંતર્ધ્યાપક થઇને ઉત્તરંગ અથવા નિસ્તરંગ અવસ્થાને વિષે આદિમધ્ય-અંતમાં વ્યાપીને ઉત્તરંગ અથવા નિસ્તરંગ એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે પરંતુ અન્યને કરતો પ્રતિભાસતો નથી.’
શું કહ્યું ? સમુદ્ર જ પોતે અંતર્ધ્યાપક થઇને ઉત્તરંગ અથવા નિસ્તરંગ અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપે છે. તરંગ ઉઠવાની આદિમાં સમુદ્ર છે, મધ્યમાં સમુદ્ર છે અને એના અંતમાં સમુદ્ર છે. એની આદિમાં પવન છે એમ નથી. તરંગમાં પવન પ્રસરેલો છે એમ નથી. અહાહા...! તરંગની ઉત્પતિ સમુદ્ર કરે છે અને તેનો વિલય પણ સમુદ્ર પોતે કરે છે. તરંગના વિલયની આદિમાં સમુદ્ર છે, પવનનો અભાવ નથી.
વળી સમુદ્રની ઉત્તરંગ વા નિસ્તરંગ પર્યાયની ઉત્પત્તિમાં સમુદ્ર પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે, નિમિત્તને કરતો પ્રતિભાસતો નથી. શીતળ હવાને કરતો હોય-એમ અન્યને કરતો પ્રતિભાસતો નથી.
‘અને વળી જેમ તે જ સમુદ્ર, ભાવ્યભાવકભાવના અભાવને લીધે પરભાવનું ૫૨ વડે અનુભવાવું અશકય હોવાથી, ઉત્તરંગ અથવા નિસ્તરંગરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસે છે પરંતુ અન્યને અનુભવતો પ્રતિભાસતો નથી.’
૫૨ ભાવ્ય નામ થવા યોગ્ય અને ભાવક નામ થનાર પોતે-એમ ભાવ્યભાવકભાવના અભાવને લીધે પરભાવનું ૫૨ વડે અનુભવાવું અશકય છે માટે સમુદ્ર પવનને અનુભવતો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #187
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ નથી. સમુદ્ર પોતાની ઉત્તરંગ વા નિસ્તરંગ અવસ્થાને અનુભવતો થકો પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસે છે, પણ પવનની અવસ્થાને અનુભવતો પ્રતિભાસતો નથી. આ પ્રમાણે સમુદ્ર પોતાના ભાવને કરે છે અને પોતાના ભાવને ભોગવે છે; પરંતુ પવનની પર્યાયને કરતો નથી અને ભોગવતો નથી.
ભાઈ ! વીતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે. પરમાત્માએ અનંત તત્ત્વ કહ્યાં છે. તે અનંત અનંતપણે કયારે સિદ્ધ થાય? કે પોતે પોતાની પર્યાયથી છે અને પરથી નથી એમ નિશ્ચત થાય તો. જો પોતાની પર્યાય પરથી હોય તો અનંત અનંતપણે સિદ્ધ કઇ રીતે થાય. બધો ખીચડો થઇ જશે. અહીં દષ્ટાંતમાં પણ એ જ નિશ્ચિત કર્યું કે સમુદ્ર અન્યને કરતો કે અનુભવતો પ્રતિભાસતો નથી.
હવે આત્મામાં સિદ્ધાંત લાગુ કરે છે. કહે છે-“તેવી રીતે સસંસાર અને નિઃસંસાર અવસ્થાઓને પુદ્ગલકર્મના વિપાકનો સંભવ અને અસંભવ નિમિત્ત હોવા છતાં પણ પુદ્ગલકર્મને અને જીવને વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ છે.”
સંસારદશા એટલે મિથ્યાત્વ, રાગ-દ્વેષ, કષાય, યોગ આદિ સહિત જીવની દશા તથા નિઃસંસાર અવસ્થા એટલે શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે ઉત્પન્ન થતી જીવની સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગની અવસ્થા. તેમાં અનુક્રમે પગલકર્મના વિપાકનો સંભવ અને અસંભવ નિમિત્ત હોય છે.
આત્માના મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામ એ એની સંસારદશા છે; કર્મનો વિપાક એમાં નિમિત્ત છે. નિમિત્ત છે એટલે કર્મનો વિપાક આત્માની વિકારી સંસાર દશાને કરે છે એમ અર્થ નથી. સંસાર યુક્ત જીવ નિગોદમાં હો કે સ્વર્ગમાં, એને જે મિથ્યાત્વ અને રાગદ્વષ સહિત અવસ્થા છે તેમાં કર્મનો વિપાક નિમિત્ત હોવા છતાં જડકર્મ કર્તા અને વિકારી પરિણામ એનું કાર્ય એમ છે નહિ, કેમકે પુગલકર્મ અને જીવને પરસ્પર વ્યાયવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે. જીવ સ્વયં પોતાના અશુદ્ધ ઉપાદાનની યોગ્યતાથી પોતાની સંસારદશાને ઉત્પન્ન કરે છે. કર્મનો ઉદય આવે તો વિકાર કરવો પડે અને કર્મ ખસે તો સમ્યગ્દર્શન આદિ ધર્મ થાય એમ કેટલાક માને છે પણ તેમની આ માન્યતા જૂઠી છે, વિપરીત છે એમ અહીં કહે છે.
પ્રશ્ન:- ઘનઘાતી કર્મનો અભાવ થાય તેથી કેવળજ્ઞાન થાય છે એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તર:- એ તો નિમિત્તની મુખ્યતાથી કહેલું વ્યવહારનયનું કથન છે. ઘનઘાતી કર્મનો નાશ થયો માટે અર્વતને કેવળજ્ઞાન થયું છે એમ નથી. કેવળજ્ઞાનની પર્યાયને અહંતના જીવે સ્વતંત્રપણે કર્તા થઇને કરી છે. કેવળજ્ઞાન થવામાં ઘનઘાતી કર્મના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
છે એમ નથી
સમયસાર ગાથા ૮૩ ]
[ ૧૭૭ અભાવની અપેક્ષા નથી. કેવળજ્ઞાનની અવસ્થામાં ઘનઘાતી કર્મના અભાવનું નિમિત્ત હોવા છતાં ઘાતકર્મનો અભાવ થયો માટે કેવળજ્ઞાન થયું છે એમ નથી.
ગોમ્મદસારમાં (ગાથા ૧૯૭માં) આવે છે કે પોતાના ભાવ કલંકની પ્રચુરતાના કારણે નિગોદના જીવો નિગોદને છોડી નીકળતા નથી. કર્મનું જોર છે માટે બહાર આવતા નથી એમ
ત્યાં નથી કહ્યું. સંસારયુક્ત અવસ્થા ચાહે ભવિ જીવની હો કે અભગિની, તે અવસ્થાનો જીવ પોતે કર્તા છે અને તે અવસ્થા જીવનું પોતાનું કર્મ છે એટલે કાર્ય છે. સંસાર અવસ્થામાં કર્મના વિપાકનું નિમિત્ત છે, પરંતુ કર્મનું નિમિત્ત જીવના મિથ્યાત્વાદિ પરિણામનું કર્તા અને મિથ્યાત્વાદિ પરિણામ એનું કાર્ય-એમ નથી. મિથ્યાત્વના ભાવ છે તે સંસારભાવ છે અને દર્શનમોહનો ઉદય તેમાં નિમિત્ત છે. પરંતુ દર્શનમોહનો ઉદય મિથ્યાત્વભાવનો કર્તા અને મિથ્યાત્વભાવ એનું વ્યાપ્ય કર્મ-એમ કદીય નથી. કેટલું સ્પષ્ટ કર્યું છે! નિમિત્ત હો ભલે, પણ નિમિત્તથી કાર્ય થાય છે એમ ત્રણકાળમાં નથી. અહાહા..! ઘડો માટીથી થયો છે; કુંભારથી થયો છે એમ અમે દેખતા નથી એમ આચાર્ય ભગવાન કહે છે.
પ્રશ્ન:- આ આપના ઉપદેશથી અમને સમજાય છે ને?
ઉત્તર:- એમ છે નહિ. પોતે પોતાની યોગ્યતાથી સમજે તો સમજાય છે, પરથી નહિ. જો પરથી સમજાય તો પૂર્વ ભગવાનના સમોસરણમાં અનંતવાર ગયો, છતાં પોતે કેમ ના સમજ્યો? કાળલબ્ધિ પાકી નહિ માટે એમ જો કોઇ કહે તો એનો અર્થ જ એ થયો કે પોતે ઊંધો પુરુષાર્થ કર્યો માટે સમજ્યો નહિ; ઊંધો પરુષાર્થ એ એની કાળલબ્ધિ છે અને જીવ તેનો સ્વતંત્ર કર્તા છે. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં આવે છે કે પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક સમયે જે પર્યાય થાય છે-વિકારી કે અધિકારી-તે તેની કાળલબ્ધિ છે, અને તે જ પર્યાય ત્યાં થાય છે. પર્યાયની ઉત્પત્તિના કાળે તે પર્યાય પોતાથી થાય છે, પરના કારણે નહિ.
પ્રશ્ન:- કાર્ય થવામાં બે કારણ હોય છે એમ કહ્યું છે ને?
ઉત્તર- હા, કહ્યું છે. પરંતુ તેમાં વાસ્તવિક કારણ એક( ઉપાદાનો જ છે. બીજું (નિમિત્ત) તો ઉપચરિત્ત કારણ છે. જેમ અંદર મોક્ષમાર્ગ એક જ છે તેમ. પંડિત પ્રવર શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશકામાં અત્યંત સ્પષ્ટ કર્યું છે કે મોક્ષમાર્ગ બે નથી, તેનું નિરૂપણ બે પ્રકારથી છે. પોતાના સ્વભાવના આશ્રયે જે મોક્ષમાર્ગ જે મોક્ષમાર્ગ પ્રગટ કર્યો તે નિશ્ચય, અને તેની સાથે જે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ, પંચમહાવ્રતનો વિકલ્પ, શાસ્ત્ર ભણવાનો વિકલ્પ ઇત્યાદિ નિમિત્તપણે સહુચર હોય છે તેને સાથે થતો દેખીને ઉપચારથી મોક્ષમાર્ગ કહે છે, પણ તે મોક્ષમાર્ગ છે નહિ. તેમ કથનમાં આવે કે કાર્યનાં કારણ એ છે, પરંતુ ખરેખર કારણ એક( ઉપાદાન) જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ આમ છે છતાં કોઇને આવી તત્ત્વની વાત ન બેસે તો તેના પ્રતિ વિરોધ ન હોય. કોઇ પણ વ્યક્તિ હો! અંદર ભગવાન બિરાજે છે, ભાઇ! એક સમયની પર્યાયમાં તેની ભૂલ છે. એ ભૂલને કાઢી નાખે તો પોતે ભગવાન છે. એ ભૂલ કેમ નીકળે એની અહીં વાત ચાલે છે. અહીં કહે છે કે નિમિત્તથી કાર્ય થાય, વ્યવહારથી( નિશ્ચય) થાય એમ છે જ નહિ.
લોકોને આવી વાત કદી સાંભળી ન હોય એટલે આકરી લાગે છે. પણ માર્ગ તો આ જ છે બાપુ! પ્રભુ! તું તારી પર્યાયનો સ્વતંત્ર કર્તા છે. વિકારી કે અવિકારી પર્યાયને સ્વતંત્રપણે કરનારો તું પોતે કર્તા છે; એમાં પરની-નિમિત્તની રચમાત્ર પણ અપેક્ષા નથી. મિથ્યાત્વાદિની વિકારી પર્યાય સ્વયં પોતાના પકારકરૂપે પરિણમીને ઉત્પન્ન થાય છે, નિમિત્તથી નહિ અને પોતાના દ્રવ્યગુણથી પણ નહિ. કેમકે દ્રવ્ય-ગુણ ત્રિકાળ શુદ્ધ છે અને મિથ્યાત્વાદિ ભાવ તો અશુદ્ધ છે. દ્રવ્યમાં જેમ પટ્ટરકો છે તેમ પર્યાયમાં પણ પોતાના પદ્ગારક સ્વતંત્ર છે.
અત્યારે તો ઘણી ગડબડ થઇ ગઇ છે. કેટલાક કહે છે કે આ તો અભિન્ન કારકની વાત છે. પણ અભિન્નનો અર્થ શું? એ જ કે વિકાર થાય છે તે પરની અપેક્ષા વિના સ્વતંત્ર પોતાથી થાય છે. પરકારકથી નિરપેક્ષપણે વિકાર પોતાથી સ્વતંત્ર થાય છે એમ પંચાસ્તિકાયની ગાથા ૬રમાં પાઠ છે. એ વાત અહીં સિદ્ધ કરે છે. ભાઇ! દિગંબર સંતોની વાણી પૂર્વાપર વિરોધ રહિત હોય છે. પૂર્વાપર વિરોધ હોય તે વીતરાગની વાણી જ નથી. ભાઇ! જ્યાં જે અપેક્ષાથી કથન હોય ત્યાં તે અપેક્ષાથી યથાર્થ સમજવું જોઇએ. કહ્યું છે ને કે
અપનેકો આપ ભૂલકે હેરાન હો ગયા,” માટે કર્મને લઇને વિકાર થાય છે એમ છે જ નહિ. પૂજામાં આવે છે કે
કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ;
અગ્નિ સહે ઘનઘાત લોહકી સંગતિ પાઈ.' અગ્નિ લોહમાં પ્રવેશ કરે તો તેના ઉપર ઘણના ઘા પડે છે, ભિન્ન રહે તો ઘણના ઘા પડતા નથી. એમ ભગવાન આત્મા નિમિત્તનો સંગ કરીને વિકાર કરે તો દુઃખના ઘા ખાવા પડે છે.
જુઓ, પોતે નિમિત્તનો સંગ કરીને સ્વતંત્રપણે પોતાની પર્યાયમાં મિથ્યાત્વ અને રાગદ્વેષના ભાવ કરે છે. વિષય વાસનાની જે પર્યાય થાય છે તેમાં વેદનો ઉદય નિમિત્ત ભલે હો, પણ વાસના જે ઉત્પન્ન થઈ તે પોતાનાથી થઈ છે. દ્રવ્ય વેદનો ઉદય કર્તા અને વાસના એનું કાર્ય એમ નથી. પર કર્તા અને પર ભોક્તા નથી પણ આત્મા સ્વયં પોતાની પર્યાયને કરે છે એ વાત અહીં સિદ્ધ કરવી છે.
દ્રવ્ય અને પર્યાયની પરસ્પર વાત હોય ત્યાં તો મિથ્યાત્વ અને સભ્યત્વ-એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૩ ]
[ ૧૭૯ બને પર્યાયોનું કર્તા આત્મદ્રવ્ય નથી એમ વાત આવે. પણ અહીં તો પર્યાયનો કર્તા દ્રવ્ય પોતે છે. પર નથી એમ સિદ્ધ કરવું છે.
પ્રશ્ન:- તો બે માંથી કઇ વાત અમારે માનવી?
ઉત્તર- બન્ને વાત અપેક્ષાથી સત્ય છે. ભગવાન! એક વાર સાંભળ. વિકારનો કર્તા પદ્રવ્યને માની સ્વચ્છંદી થાય તેને તે માન્યતા છોડાવવા વિકાર પોતે કરે છે એમ કહ્યું. હવે
જ્યારે વિકાર અને દ્રવ્ય સ્વભાવ વચ્ચે ભેદજ્ઞાન કરાવવાની વાત હોય ત્યારે વિકારનું કર્તા દ્રવ્ય નથી, પણ પર્યાય પોતે પોતાથી વિકાર સ્વતંત્રપણે કરે છે એમ વાત આવે. બન્નેનું તાત્પર્ય એક વીતરાગતા જ છે.
કેવળી ભગવાન નિશ્ચયથી ત્રણકાળ ત્રણલોકને દેખતા નથી, પણ પર્યાયને દેખતાં તેમાં ત્રણકાળ ત્રણલોક દેખવામાં આવી જાય છે. જેમ રાત્રે નદીનું સ્વચ્છ જળ હોય તેમાં ચંદ્ર, ગ્રહ, નક્ષત્રનું પ્રતિબિંબ પડે છે. એક ચંદ્ર, અઠ્ઠાવીસ નક્ષત્ર,અડ્ડીસી ગ્રહ, ૬૬૯૭૫ ક્રોડાકોડી તારા-એ બધું નદીના સ્વચ્છ જળને દેખતાં થઈ જાય છે. અંદર જે દેખાય છે તે ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર આદિ નથી, દેખાય છે એ તો જળની અવસ્થા છે. તેમ નિત્યાનંદ જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માને, પોતાની જ્ઞાન-અવસ્થા કે જેમાં લોકાલોક ઝળકયા છે તેને દેખે છે ત્યાં લોકાલોક સહજ દેખાય જાય છે. જેને તે દેખે છે એ તો જ્ઞાનની અવસ્થા છે, લોકાલોક નથી; પણ જ્ઞાનની અવસ્થામાં લોકાલોક ઝળક્યાં છે તેથી ભગવાન લોકાલોકને દેખે છે એમ અસદ્દભૂત વ્યવહારનયથી કહેવામાં આવે છે. કેમકે લોકાલોક પરજ્ઞય છે. પોતાની પર્યાયને દેખતાં એમાં લોકાલોક સંબંધીનું જ્ઞાન આવી જાય છે. પરંતુ લોકાલોક છે તો કેવળજ્ઞાન થયું છે એમ નથી.
શાસ્ત્રમાં આવે છે કે લોકાલોક કેવળજ્ઞાનમાં નિમિત્ત છે અને કેવળજ્ઞાન લોકાલોકને નિમિત્ત છે. એનો અર્થ એ છે કે લોકાલોક સંબંધી જ્ઞાન થયું તે પોતાથી થયું છે, લોકાલોકથી થયું નથી. લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે અને કેવળજ્ઞાનને લોકાલોક નિમિત્ત છે. એમ અરસપરસ નિમિત્ત છે પણ કર્તાકર્મપણું નથી.
પ્રભુ! તારી સ્વતંત્રતા દેખ! ભૂલમાં પણ સ્વતંત્ર અને મોક્ષમાર્ગમાં પણ તું સ્વતંત્ર છે. ભાઈ ! આવું મનુષ્યપણું મળ્યું અને એમાં યથાર્થ તત્ત્વનું જ્ઞાન ન કર્યું તો કયાં જઇશ બાપુ?
પ્રશ્ન- કર્મ બળવાન છે ને?
ઉત્તર:- ના, બીલકુલ નહિ. ભાવકર્મને બળવાન કહ્યું છે. ઇષ્ટોપદેશમાં આવે છે કે ભાવકર્મ એટલે વિકારનું જોર છે ત્યારે નિર્વિકાર દશાનું જોર નથી. ( પરંતુ કર્મ છે માટે નિર્વિકારી દશા પ્રગટ નથી એમ નથી).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦ ]
પ્રવચન રત્નાકર ભાગ-૪ પ્રશ્ન:- બન્ને સામસામે બળિયા છે એમ કહો તો?
ઉત્તર- ના, એમ નથી. કોઈ વખતે કર્મનું જોર અને કોઈ વખતે આત્માનું જોર એમ નથી. હા, કોઈવાર વિકારનું જોર અને કોઈવાર અવિકારનું જોર એમ હોય છે, પરંતુ આત્માની અવસ્થામાં કર્મનું જોર બીલકુલ નથી. અરે ભાઈ ! તત્ત્વજ્ઞાનની યથાર્થ સમજણ વિના ધર્મ કેમ થાય ?
હવે કહે છે- “જીવ જ પોતે અંતર્થાપક થઈને સસંસાર અથવા નિઃસંસાર અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને સસંસાર અથવા નિઃસંસાર એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસો પરંતુ અન્યને કરતો ન પ્રતિભાસો.”
અહો! દિગંબર સંતોએ થોડામાં ઘણું ભરી દીધું છે. મિથ્યાત્વાદિ સંસારઅવસ્થામાં આત્મા પોતે અંતર્થાપક થઈને તેની આદિ-મધ્ય-અંતમાં વ્યાપે છે, પ્રસરે છે. મિથ્યાત્વાદિ વિકાર થયો એની આદિમાં નિમિત્ત કર્મ પ્રસર્યું છે, વ્યાપ્યું છે એમ નથી. તે જ પ્રમાણે નિઃસંસાર અવસ્થા એટલે સમ્યકત્વાદિ મોક્ષમાર્ગની અવસ્થા જે સ્વાશ્રયે પ્રગટી તેની આદિમધ્ય-અંતમાં પણ આત્મા છે. સમ્યકત્વાદિ પ્રગટ થવાની આદિમાં કર્મનો અભાવ છે એમ નથી. કર્મનો અભાવ જે નિમિત્ત છે તે કર્તા અને સમ્યકત્વાદિ પ્રગટ થયાં તે એનું કર્મ એમ નથી. વળી સમ્યકત્વાદિ પર્યાય તે કર્તા અને કર્મનો અભાવ એનું કર્મ એમ પણ નથી. અરે પ્રભુ! તારી સ્વતંત્રતા તો જો! વિકાર થવાની આદિ-મધ્ય-અંતમાં તારી ચીજ છે અને મોક્ષમાર્ગ થવાની આદિ-મધ્ય-અંતમાં પણ તારી ચીજ છે. પર ચીજનો-કર્મનો અભાવ થયો તો સમ્યકત્વાદિ પ્રગટ થયાં છે એમ છે નહિ.
પ્રશ્ન- કર્મનો ઉદયમાં જીવ ભ્રષ્ટ થાય છે એમ પ્રવચનસારમાં આવે છે નહિ ને?
ઉત્તર:- હા, પણ એ તો કથનપદ્ધતિ છે. જીવ પોતાની યોગ્યતાથી સ્વતંત્રપણે ભ્રષ્ટ થાય છે ત્યારે કર્મનો ઉદય નિમિત્ત છે બસ. કર્મનો ઉદય આવ્યો માટે ભ્રષ્ટ થયો એમ છે જ નહિ.
ત્યાં પ્રવચનસારમાં ૪૭ નયનું વર્ણન છે ત્યાં એમ કહ્યું છે કે કર્તાનયે રાગનો કર્તા જીવ છે. રાગ-કર્તવ્ય એટલે કરવા લાયક છે એમ માનીને કર્તા થાય એ તો મિથ્યાદષ્ટિ છે. સમ્યગ્દષ્ટિને રાગ કરવા લાયક કર્તવ્ય છે એવી કૉંબદ્ધિનો અભાવ હોવા છતાં અસ્થિરતામાં રાગનું પરિણમન થાય છે. તેને જે રાગનું પરિણમન છે તેનો પોતે કર્તા છે એમ કહ્યું છે. સમ્યગ્દર્શન થયા પછી કર્મનો ઉદયનો ભાવ (વિકાર) આત્માનો (સ્વભાવનો) છે એમ સમકિતી માનતા નથી, પરંતુ પર્યાયમાં અસ્થિરતાનું જે રાગરૂપ પરિણમન છે તેને તેમ (તે પ્રકારે) જાણે છે અને પરિણમન છે એ અપેક્ષાએ તેને રાગનો કર્તા કહ્યો છે. તે રાગ કર્મના કારણે થયો છે એમ નથી.
અધ્યાત્મ પંચસંગ્રહમાં લીધું છે કે છઠ્ઠા ગુણસ્થાનમાં ચારિત્રમોહકર્મનું જોર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check htfp://www.AtmaDharma.com for updates
[ ૧૮૧
સમયસાર ગાથા ૮૩ ]
માટે તીવ્ર કષાય થાય છે અને સાતમામાં સંજ્વલનો મંદ ઉદય છે માટે મંદ રાગ થાય છે. પણ એ તો કથનશૈલી છે. છઠ્ઠ-સાતમાં ગુણસ્થાનમાં જે વ્યક્ત-અવ્યક્ત વિકારી પરિણમન છે તે પોતાથી છે. નિમિત્તના લક્ષે વિકાર થાય છે માટે નિમિત્તથી થાય એમ કોઈ જગ્યાએ કહેવામાં આવે છે, પણ એ થાય છે પોતાથી, નિમિત્તથી કર્મથી નહિ.
૭૬મી ગાથામાં એમ કહ્યું કે- રાગથી ભિન્ન પડીને જેણે ભેદજ્ઞાન પ્રગટ કર્યું, આત્માના આનંદનો અનુભવ કર્યો એ ભેદજ્ઞાનીને આત્મા વ્યાપક અને નિર્મળ અવસ્થા એનું વ્યાપ્ય છે. અને એને જે વિકાર થાય છે તેનું વ્યાપક કર્મ (દ્રવ્યકર્મ) છે. જુઓ, આત્મામાં એવી કોઈ શક્તિ નથી કે જીવને વિકાર થાય. માટે સ્વભાવનો જેને અનુભવ થયો તેનું વ્યાપ્ય તો નિર્મળ અવસ્થા છે. મોક્ષમાર્ગની નિર્મળ અવસ્થા એનું વ્યાપ્ય કર્મ છે. વિકારથી ભિન્ન પડી વિકારનો જ્ઞાતા થવાને લીધે, નિમિત્ત કર્મ વ્યાપ્ત અને વિકારી દશા એનું વ્યાપ્ય એમ કહીને બેને (જીવ અને વિકારને ) ભિન્ન કરી દીધા છે. ભાઈ! જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે યથાર્થ સમજવી જોઈએ.
પ્રશ્ન:- આત્માનું પરનું કરે એવી કોઈ શક્તિ એનામાં છે કે નહિ ?
ઉત્તર:- ના, પરનું કાર્ય કરે એવી આત્મામાં કોઈ શક્તિ નથી. કળશટીકા, કળશ ૫૪માં શ્રી રાજમલજી કહે છે કે – “અહીં કોઈ મતાંતર નિરૂપશે કે દ્રવ્યની અનંત શક્તિઓ છે, તો એક શક્તિ એવી પણ હશે કે એક દ્રવ્ય બે દ્રવ્યોના પરિણામને કરે; જેવી રીતે જીવદ્રવ્ય પોતાના અશુદ્ધચેતનારૂપ રાગદ્વેષ મોહ પરિણામને વ્યાખવ્યાપકપણે કરે તેવી જ રીતે જ્ઞાનાવરણાદિ પિંડને વ્યાખવ્યાપકપણે કરે ઉત્તર આમ છે કે દ્રવ્યને અનંત શક્તિઓ તો છે પરંતુ એવી શક્તિ તો કોઈ નથી કે જેનાથી, જેવી રીતે પોતાના ગુણ સાથે પણ વ્યાપ્યવ્યાપકપણે છે તેવી જ રીતે પદ્રવ્યના ગુણ સાથે પણ વ્યાપ્યવ્યાપકપણે થાય.” પરનું કરે એવી કોઈ શક્તિ આત્મામાં નથી. પર્યાયમાં વિકારી ભાવને કરે એવી પર્યાયમાં શક્તિ છે, દ્રવ્ય-ગુણમાં નહિ. નિર્મળ દશાને કરે એવી જ દ્રવ્ય-ગુણમાં શક્તિ છે.
ભાઈ ! દરેક આત્મા ઈશ્વર છે. એમ જડ પણ જડેશ્વર છે. પરમાણુ જડેશ્વર છે. વિભાવ જીવ સ્વતંત્રપણે કરે છે માટે તેને વિભાવેશ્વર પણ કહે છે. ચૈતન્ય ભગવાન ચેતન ઈશ્વર છે. ભાઈ ! ભગવાનનું કહેલું આ તત્ત્વનું સ્વરૂપ સમજવું પડશે. આમાં વિરોધ કરવા જેવું નથી. તેં સાંભળ્યું ન હોય એટલે સત્ય કોઈ અસત્ય થઈ જાય ?
મિથ્યાત્વ અને રાગદ્વેષની પર્યાયની આદિ-મધ્ય-અંતમાં આત્મા છે, અને સમ્યગ્દર્શન -જ્ઞાન-ચારિત્રની નિર્વિકારી દશાની આદિ-મધ્ય-અંતમાં આત્મા છે. કર્મનો ઉદય છે માટે વિકાર થયો છે એમ નથી અને કર્મનો ઉદયનો અભાવ છે માટે સમ્યગ્દર્શન આદિ થયાં એમ નથી. સંસારની અને મોક્ષમાર્ગની પર્યાય આત્મા સ્વયં સ્વતંત્રપણે કરે છે; એમાં કર્મનું કોઈ કાર્ય નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #193
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
હવે કહે છે- અને વળી તેવી રીતે આજ જીવ, ભાવ્યભાવકભાવના અભાવને લીધે પરભાવનું ૫૨ વડે અનુભવાવું અશકય હોવાથી, સસંસાર અથવા નિઃસંસારરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુવતો પ્રતિભાસો પરંતુ અન્યને અનુભવતો ન પ્રતિભાસો.’
જીવ સંસારદશામાં પોતાના વિકારને ભોગવે છે પણ પ૨ને ભોગવતો નથી. આ શરીરીની અવસ્થાને કે કર્મને આત્મા ભોગવતો નથી. તે પોતાના વિકારી પરિણામને ભોગવે કે પોતાના નિર્વિકારી પરિણમને ભોગવે પણ પરને તે ભોગવતો નથી. જીવ રાગદ્વેષનો જેમ સ્વતંત્ર કહ્યુ છે તેમ સ્વતંત્ર ભોક્તા છે. જડ કર્મનો ઉદય એમાં નિમિત્ત ભલે હો, પણ તે ૫૨ને-કર્મને ભોગવે છે એમ નથી. અને જે કર્મનો ઉદય છે તે વિકારનો ભોક્તા છે એમ પણ નથી.
પ્રશ્ન:- આ તો એકાંત થયું!
ઉત્તર:- હા, એકાંત છે, પણ સમ્યક્ એકાંત છે. સમ્યક્ એકાંતનું જ્ઞાન થાય તેને જ અનેકાંતનું યથાર્થ જ્ઞાન થાય છે. નિમિત્તનો સદ્દભાવ હો કે અભાવ હો, જીવ સ્વયંસિદ્ધ વિકાર કરે છે અને વિકારને ભોગવે છે. આમ સમ્યક્ એકાંતનું જ્ઞાન થયું તો જોડે નિમિત્ત છે એનું જ્ઞાન થયું તે એકાંત છે. બીજી ચીજથી ત્યાં વિકાર થાય છે એમ નથી. બીજી ચીજ વિકાર ભોગવે છે એમ પણ નથી. સંસારયુક્ત અને સંસારરહિત પોતાની દશાને એકને જ કરતો અને એકને જ ભોગવતો પ્રતિભાસો એમ અહીં કહ્યું છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગની પર્યાયનો આત્મા કર્તા થાય છે, પણ ત્યાં કર્મનો ઉદયના અભાવનો જીવ કર્તા છે એમનથી. તેમ પોતાની નિ:સંસાર અવસ્થાને જીવ ભોગવે છે તે સમયે કર્મના અભાવને પણ ભોગવે છે એમ નથી. અરે ભાઈ! અનાદિ કાળથી જીવે પોતાની સ્વતંત્ર ચીજ તરફ દષ્ટિ કરી નથી. સૂક્ષ્મપણે વિચારીએ તો અસંસાર અવસ્થામાં એટલે સાધકની મોક્ષમાર્ગની દશામાં આ વ્યવહારનો વિકલ્પ જે નિમિત્તપણે સહચર છે તેનો કર્તા (કે ભોક્તા) જીવ નથી અને એ વ્યવહારનો વિકલ્પ આત્માની નિર્મળ પર્યાયનો કર્તા નથી.
વર્તમાનમાં મોટી ગરબડ ચાલે છે. મોટો ભાગ એમ માને છે કે નિમિત્તથી (કર્મથી ) થાય અને નિમિત્તને ભોગવે પણ એમ છે નહિ. વિકારથી અવસ્થા પોતાના સ્વકાળે પોતાથી થાય છે. તેનો જીવ કર્તા અને ભોક્તા પોતે પોતાથી સ્વતંત્ર છે. એ જ પ્રમાણે મોક્ષમાર્ગની પર્યાયને સ્વાશ્રયપૂર્વક પોતે સ્વતંત્રપણે કરે છે તેથી એનો કર્તા અને ભોક્તા જીવ પોતે પોતાથી સ્વતંત્ર છે. આત્મા ચૈતન્યમૂર્તિ ત્રિકાળ આનંદસ્વરૂપ ભગવાન છે. એની દૃષ્ટિ અને રમણતા કરતાં જે અતીન્દ્રિય આનંદ પ્રગટ થયો તેનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૩ ]
[ ૧૮૩ ભોક્તા આત્મા છે, પણ તરનો ભોક્તા નથી. અજ્ઞાની પણ શરીર આદિ પરને ભોગવતો નથી. આ લાડુ, લાપસી, મૈસુબ ઈત્યાદિ ખાતી વખતે જીવ પોતાના રાગને ભોગવે છે પણ એ ચીજને (લાડુ વગેરેને) ભોગવતો નથી. આ ભેદજ્ઞાનની અંતરની વાત છે, ભાઈ ! આવો અંતરમાં નિર્ણય કદી કર્યો નહિ અને વિકાર કર્મથી થાય અને કર્મ માર્ગ આપે તો સમકિત આદિ નિર્વિકારી દશા થાય એમ તે માન્યું છે પણ એ બધી બધી જૂઠી માન્યતા છે.
કહે છે-ભાવ્યભાવકભાનો અભાવ હોવાથી પરનો આત્મા ભોક્તા નથી. ભાવ્ય એટલે ભોગવવા લાયક અને ભાવક એટલે ભોગવનાર. જડ કર્મ ભોગવવા લાયક અને આત્મા એનો ભોગવનાર-એવા ભાવનો અભાવ છે. આત્મ ભાવક અને કર્મનો ઉદય અને શરીરની અવસ્થા ભોગવવા યોગ્ય-એવા ભાવનો અભાવ છે. શરીરની બિમારી કે રોગની અવસ્થાને આત્માને ભોગવે છે એમ છે જ નહિ. તે સમયે જે રાગ છે તે રાગનો મિથ્યાષ્ટિ જીવ કર્તા અને ભોક્તા છે. જુઓ, નરકમાં ઉષ્ણતા એટલી છે કે એ ઉષ્ણતાનો એક કણ અહીં આવે તો દશ યોજનમાં રહેલાં મનુષ્યનાં મરણ થઈ જાય. આવી ઉષ્ણતાનો ભોક્તા આત્મા નથી કેમકે ઉષ્ણતા પરદ્રવ્યની પર્યાય છે. અહાહા...! એ ઉષ્ણતાના નિમિત્તે દશ જોજનમાં સ્થિત મનુષ્યના દેહ ભસ્મ થઈ જાય પણ એ દેહની ભસ્મ થવાની જે ક્રિયા થઈ તે દેહથી પોતાથી થઈ છે, અગ્નિ આવી માટે તે ક્રિયા થઈ છે એમ નથી. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ !
અરે! લોકોએ સ્થૂળ એવા વ્યવહાર અને નિમિત્તને પ્રધાન માનીને આત્માની સ્વતંત્રતા ખોઈ નાખી છે. અહીં કહે છે-ભાવ્યભાવકભાવના અભાવને કારણે પરભાવ વડ પરભાવનો અનુભવ થયો અશક્ય છે. જીવ પોતે કરેલા રાગભાવનો અનુભવ કરે છે પણ તે રાગદ્વારા નિમિત્તનો પણ અનુભવ કરે છે એમ નથી. પરભાવ એટલે શરીર કર્મ વગેરેનો આત્મા વડ અનુભવ થાય એ અશક્ય છે. કર્મનો અનુભાગ એમ જડની પર્યાય છે, તે આત્માને ભોગવવો પડે છે એ વાત યથાર્થ નથી.
પ્રશ્ન:- કર્મનો વિપાક જીવ અનેભવને એમ ગોખ્ખટસારમાં આવે છે ને?
ઉત્તર:- ભાઈ ! એ તો બધાં નિમિત્તનાં કથન છે. શાસ્ત્રમાં તો એમ લખ્યું હોય છે કે જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને રોકે. પણ એ તો નિમિત્તનું કથન છે. પરદ્રત જીવના જ્ઞાનને રોકે એમ છે નહિ. પોતાની જ્ઞાનપર્યાયમાં પોતે હીણપણે પરિણમે છે. તેમાં જ્ઞાનાવરણીય કર્મનો ઉદય નિમિત્ત છે, બસ. નિમિત્તે જ્ઞાન હીણ કર્યું છે એમ નથી. તથા નિમિત્તને આત્મા ભોગવે છે એમ નથી. આત્મા સમયસારની પર્યાયનો સ્વતંત્ર કર્તા થઈને પોતાની પર્યાયને ભ
જુઓ, ભોગના કાળમાં સ્ત્રીના શરીરને જીવ ભોગવે છે એમ કહો તો એ જૂઠી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ વાત છે. શરીર તો જડ માટી છે. એને આત્મા ભોગવી શકતો નથી. પરંતુ તે સમયે જે વિકારી ભાવ થાય તેને તે ભોગવે છે પોતાનો વિકારી ભાવઅને માને કે જડ સ્ત્રીનું શરીર, લક્ષ્મી આદિ પરને ભોગવું છું તો તે તદ્દન વિપરીત દષ્ટિ છે. અહા ! અજ્ઞાનીને પરપદાર્થમાં સુખની (મિથ્યા) કલ્પના છે; તે તે કલ્પનાને ભોગવે છે, પરપદાર્થને નહિ.
ખરેખર પરપદાર્થમાં સુખ છે જ નહિ. ધર્મી સમકિતી જીવને પૈસા, આબરૂ, સ્ત્રી ઈત્યાદિ પરમાંથી સુખબુદ્ધિ ઉડી ગઈ છે. પરમાં રાગમાં, લક્ષ્મીમાં, સ્ત્રીસંગમાં સુખ નથી એમ એને નિશ્ચય થયો છે. એ તો માને છે કે ત્રિકાળ આનંદસ્વરૂપ મારું સ્વરૂપ છે અને એના આશ્રયે પ્રગટ જે અતીન્દ્રિય આનંદ તેનો હું ભોક્તા છું. સમ્યગ્દર્શનમાં જ્ઞાનીને સનું દર્શન થયું છે. સત નામ પૂર્ણાનંદનો નાથ ચૈતન્યસ્વભાવમય વસ્તુ જે ત્રિકાળ સતનું છે તેનાં પ્રતીતિ અને જ્ઞાન થયાં છે. અહાહા...! સમ્યક શ્રદ્ધાન-જ્ઞાનની એની એક સમયની પર્યાયમાં પરિપૂર્ણ વસ્તુની પ્રતીતિમાં અને એનું જ્ઞાન આવ્યાં છે. પરિપૂર્ણ વસ્તુ પર્યાયમાં આવી નથી પણ એનું સમર્થ્ય પ્રતીતિમાં અને જ્ઞાનમાં આવ્યું છે. આવો સમકિતી જીવ ત્રિકાળ આનંદસ્વરૂપ સ્વયંજ્યોતિ સુખધામ એવા ભગવાન આત્માના આનંદને ભોગવે છે.
જ્ઞાનીને સાધકદશામાં રાગનું જે પરિણમન છે તે દૃષ્ટિનો વિષય નથી. દષ્ટિ અને દષ્ટિનો વિષય તો અભેદ નિર્વિકલ્પ છે. અભેદ ચીજની દષ્ટિ થતાં સાથે જે જ્ઞાન થયું તે જ્ઞાનની પર્યાયમાં તેને ક્ષણેક્ષણે જે વિકલ્પ ઉઠે છે તેને તે જાણે છે. આટલું રાગનું પરિણમન છે એમ તે જાણે છે. એટલે અંશે તે રાગને ભોગવે પણ છે. છતાં રાગ ભોગવવા લાયક છે એમ એને બુદ્ધિ નથી. એકાકોર કહો છો જ્ઞાની આનંદને ભોગવે છે અને વળી બીજી બાજુ કહો છો રાગને ભોગવે છે એમ આ કેવી વાત ! ભાઈ ! વસ્તુદષ્ટિની અપેક્ષાએ જ્ઞાની (આત્મા) રાગનો કર્તા નથી, ભોક્તા પણ નથી. પરંતુ દષ્ટિની સાથે જે જ્ઞાન થયું છે તે જ્ઞાન ત્રિકાળને પણ જાણે છે અને પર્યાયમાં જેટલું રાગનું પરિણમન છે તેને પણ જાણે છે. જેટલું રાગનું પરિણમન છે તેટલા અંશે પોતે રાગનો કર્તા-ભોક્તા છે. રાગ કરવા લાયક અને ભોગવવા લાયક છે એમ જ્ઞાનીને બુદ્ધિ નથી. પણ રાગનું પરિણમન છે એ અપેક્ષાએ તે રાગને ભોગવે છે. આમ જે અપેક્ષાએ જ્યાં જેમ વાત હોય ત્યાં તે યથાર્થ સમજવી જોઈએ.
દષ્ટિ અને દૃષ્ટિના વિષયની અપેક્ષાએ જ્ઞાની આનંદનો ભોક્તા છે. આત્માના સ્વભાવમાં વિકાર કરે એવી કોઈ શક્તિ નથી. તેથી સ્વભાવની અપેક્ષાએ નિશ્ચયથી આત્મા રાગનો કર્તા નથી, ભોક્તા પણ નથી. પરંતુ પર્યાયનું જ્ઞાન કરે તો પર્યાયમાં જે રાગનું પરિણમન છે તે પોતાને એમ જ્ઞાન જાણે છે. તથા પોતાની પર્યાયમાં જે હરખ-શોક થાય છે તેને પોતે ભોગવે છે એમ પણ જ્ઞાની જાણે છે. પર્યાયમાં જે રાગ છે તેને કર્મ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૩ ]
| [ ૧૮૫ કરે છે અને કર્મ ભોગવે છે એમ (એકાંતે) નથી. જ્ઞાન અપેક્ષાએ જ્ઞાની રાગનો પણ ભોક્તા છે. પરંતુ પરનો ભોક્તા કદીય નથી. પ્રવચનસારમાં નયઅધિકારમાં દષ્ટાંત આપ્યું છે કે જેમ રંગરેજ રંગકામ કરે છે તેમ જ કે જ્ઞાની સ્વભાવની દષ્ટિએ સ્વભાવનો ભોક્તા છે તોપણ કમજોરથી જે રાગનું પરિણમન છે તેનો કરનાર પોતે છે; કરવા યોગ્ય છે એમ નહિ પણ પરિણમન છે તે અપેક્ષાએ કર્તા-ભોક્તા છે. તેથી જો કોઈ એકાંતે એમ કહે કે જ્ઞાનીને રગનુંદુઃખનું વેદન છે જ નહિ તો તે યથાર્થ નથી.
સ્વભાવસમ્મુખ થતાં સમ્યકદર્શન-જ્ઞાનપૂર્વક જે અતીન્દ્રિય આનંદ પ્રગટ થયો તે આનંદનો જ્ઞાની ભોક્તા છે. પણ સાથે જેટલું રાગનું દુ:ખ છે તેને પણ તે કથંચિત્ ભોગવે છે. પરનો-શરીરીનો કે કર્મનો તે કદીય ભોક્તા નથી. આવો ભગવાનનો માર્ગ છે. બીજી રીતે કહીએ તો આત્મા નિશ્ચયથી મોક્ષમાર્ગમાંનો કર્તા અને ભોક્તા છે. પણ તે રાગનો કર્તા અને ભોક્તા (સર્વથા) છે જ નહિ એમકોઈ માને તો તે એમ નથી. નિશ્ચયની દૃષ્ટિએ જીવ રાગનો કર્તા અને ભોક્તા નથી કેમકે વસ્તુસ્વભાવમાં વિકાર કરે એવી કોઈ શક્તિ નથી. વળી બધી શક્તિઓ નિર્વિકારી છે તેથી નિર્વિકારી પર્યાયપણે થવું એ જ એનું સ્વરૂપ છે તોપણ પર્યાયમાં જે વિકાર થાય છે તેનો પરિણમનની અપેક્ષાએ કર્તા અને ભોક્તા પોતે છે એમ જ્ઞાની યથાર્થપણે જાણે છે.
દષ્ટિનો વિષય પર્યાય નથી. દષ્ટિનો વિષય તો ત્રિકાળી અભેદ ચીજ છે. પણ તેથી જો કોઈ એમ કહે કે પર્યાય છે જ નહિ તો એમ વાત નથી. પર્યાય ન હોય તો સંસાર, મોક્ષમાર્ગ અને સિદ્ધપદ-કાંઈ સિદ્ધ નહિ થાય. આ બધી પર્યાય તો છે! હા, ભગવાન આત્મા પરિપૂર્ણ ચીજ છે તે પર્યાયમાં આવે નહિ ધ્રુવ છે તે પર્યાયમાં કયાંથી આવે? પણ પર્યાય પર્યાયપણે નથી એમ છે? ના, એમ નથી. ભગવાન પૂર્ણાનંદનો નાથ સામાન્ય-સામાન્ય એકરૂપ વસ્તુ તે વિશેષમાં-પર્યાયમાં કેમ આવે? વિશેષમાં આવે તો પર્યાયનો બીજે સમયે નાશ થતાં એનો (દ્રવ્યનો) પણ નાશ થઈ જાય, કેમકે પર્યાય પ્રતિસમય ઉત્પાદ-વ્યયરૂપ છે. સમયસાર ગાથા ૩ર૦ની આચાર્ય જયસેનની ટીકામાં આવે છે કે ધ્યાન જે મોક્ષમાર્ગની પર્યાય છે તેનાથી આત્મા કથંચિત્ ભિન્ન છે.
અહાહા...! દ્રવ્ય જે ત્રિકાળી ધ્રુવ છે તે પોતાની કે પરદ્રવ્યની પર્યાયનું કર્તા નથી, રાગ છે તે પણ પરદ્રવ્યની અવસ્થાનું કર્તા નથી, દ્રવ્યદૃષ્ટિ થતાં જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે રાગની કર્તા નથી અને રાગ નિર્મળ પર્યાયનો કર્તા નથી, તથા દ્રવ્ય નિર્મળ પર્યાનું કર્તા નથી. આવો વીતરાગનો અલૌકિક માર્ગ છે! અહો ! દિગંબરદર્શન એ જ જૈનદર્શન છે. સંપ્રદાયવાળાને દુ:ખ લાગે પણ માર્ગ તો આ એક જ છે. ભાઈ ! દિગંબર કોઈ પક્ષ કે વાડો નથી. વસ્તુનું સ્વરૂપ તે દિગંબર ધર્મ છે.
અહાહા...! આ જૈનદર્શનમાં એમ કહે છે કે પ્રભુ ! તું પરનો કર્તા અને ભોક્તા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #197
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ નથી. શરીરનો કર્તા અને શરીરનો ભોક્તા તું નથી. એવી જ રીતે કર્મનો કર્તા-ભોક્તા પણ તું નથી. તથા કર્મની પર્યાય તારા (આત્માના) વિકારી પરિણમની કર્તા અને ભોક્તા નથી. કર્મની પર્યાય ભાવક અને આત્માનો વિકાર ભાવ ભાવ્ય-એમ નથી. અહો ! આવો વીતરાગનો માર્ગ ભગવાન સર્વજ્ઞદેવથી સિદ્ધ થયેલો છે. જેના મતમાં સર્વજ્ઞ નથી તેમાં ધર્મ નથી. ધર્મનું મૂળ સર્વજ્ઞ છે.
પ્રવચનસાર ગાથા ૮૦ માં કહ્યું છે કે- જે કોઈ આત્મા સર્વજ્ઞ પરમેશ્વર અરિહંત પ્રભુના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે તે પોતાના આત્માને જાણે છે. અહાહા..! સર્વજ્ઞ ભગવાનને કેવળજ્ઞાન છે એવો નિર્ણય કરનારી પર્યાય પોતાના સર્વજ્ઞસ્વભાવ તરફ ઝૂકી જાય છે અને ત્યાં પોતાના દર્શનમોહનો ક્ષય થઈ જાય છે અને સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થાય છે. આવો સર્વજ્ઞનો માર્ગ છે. જેનામાં સર્વજ્ઞ નથી એમાં ધર્મ સંભવિત નથી.
અહીં કહે છે કે સંસારસહિત અથવા સંસારરહિત દશામાં પરનો ભોક્તા આત્મા નથી. સંસારદશામાં પોતાના રાગનો ભોક્તા છે અને નિઃસંસાર દશામાં પોતાની નિર્વિકલ્પ નિર્મળ અનુભૂતિનો ભોક્તા છે. પરંતુ કોઈ અવસ્થામાં પરનો ભોક્તા નથી. અજ્ઞાનભાવે પણ પરનો ભોક્તા નથી.
દ્રવ્યમાં સામાન્ય અને વિશેષ એમ બે ધર્મો સ્વતંત્ર સિદ્ધ કરવા હોય ત્યારે એમ આવે દ્રવ્ય અનુભૂતિની પર્યાયને પણ કરતું નથી. ધ્રુવ ત્રિકાળી છે તે ઉત્પાદ-વ્યય કરતું નથી. જ્યારે અહીં તો પરનો ભોક્તા નથી પરંતુ પોતાના રાગનો ભોક્તા અથવા અનુભૂતિની પર્યાય ભોક્તા આત્મા છે એમ સિદ્ધ કરવું છે. ભગવાન! તારી અનુભૂતિનો તું ભોક્તા છે પણ કર્મ અને શરીરનો તું ભોક્તા નથી.
દષ્ટિ અપેક્ષાએ અનુભૂતિ જેને પ્રગટ થઈ છે એવો જ્ઞાની રાગનો ભોક્તા નથી. તથાપિ અલ્પકાળમાં જેમને કેવળજ્ઞાન થવાનું છે એવા ભાવલિંગી સંત છઠ્ઠ ગુણસ્થાને હોય ત્યારે જાણે છે કે જેટલું રાગનું પરિણમન થઈ રહ્યું છે તેનો કર્તા અને ભોક્તા હું પોતે છું; પણ પરનો હું કર્તા કે ભોક્તા નથી. સંસાર સહિત અથવા સંસાર રહિત અવસ્થામાં પોતાને એકને જ અનુભવનો પ્રતિભાસો, અન્યને એટલે કર્મ આદિને અનુભવતો ન પ્રતિભાસો એમ અહીં એમ અહીં કહે છે. આવો સૂક્ષ્મ ગંભીર માર્ગ છે. એની ગંભીરતા ભાસે નહિ તો ધર્મ કેમ થાય? ન થાય.
કર્મપ્રકૃતિના બંધના ચાર ભેદ આવે છે પ્રકૃતિ બંધ, પ્રદેશ, બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ; પ્રકૃતિ એટલે સ્વભાવ, પ્રદેશ એટલે પરમાણુની સંખ્યા, સ્થિતિ નામ કાળની મુદત અને અનુભાવ એટલે ફળ દેવાન શક્તિ ભાઈ ! આનંદ અને દુઃખ તે કર્મનું ફળ છે એમ નથી.
પ્રશ્ન- વિપાવો અનુભવ: એમ તત્ત્વાર્થસૂત્રમાં આવે છે ને?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #198
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૩ ]
[ ૧૮૭ ઉત્તર:- હા, પણ એ તો બહારનયની વાત કરી છે. અહીં કહે છે કે કર્મના વિપાકને આત્માન અનુભવતો નથી. જીવ રાગનો અનુભવ કરે છે અથવા પોતાની અનુભૂતિનો અનુભવ કરે છે, પણ પરનો કદીય અનુભવ કરતો નથી.
અરે! વાણિયા આખો દિ' વેપાર-ધંધામાં રચ્યા-પચ્યા રહે એટલે આવી વાત કઠણ પડે, પરંતુ ભાઈ ! વેપાર-ધંધા કોઈ આતમા કરતો નથી. આત્મા વ્યાપક અને વેપારાદિ કામ એનું વ્યાપ્ય એમ ત્રણકાળમાં નથી. પરની પર્યાયને કોણ કરે? લક્ષ્મીની લેવદેવડના સમયે જે ભાવ થાય છે તે ભાવનો જીવ કર્તા છે પણ લેવડદેવડની જે ક્રિયા થાય એનો કર્તા આત્મા નથી. અજ્ઞાની વિકલ્પની જાળનો કર્તા-ભોક્તા થાય છે પણ પરનો કર્તા-ભોક્તા કદીય નથી. જ્યારે દ્રવ્ય અને પર્યાય એબે વચ્ચે ભેદ કરવો હોય ત્યારે તો દ્રવ્ય પર્યાયનું પણ કર્તા નથી, પર્યાયની કર્તા છે એમ આવે. ભાઈ ! આ તો ભેદજ્ઞાનની વાત છે; સિદ્ધિ છે. સમયસારકળશમાં કહ્યું છે ને કે
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।। १३१ ।। અનંતકાળમાં જેટલા સિદ્ધ થયા તે બધા ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; રાગથી વ્યવહારથી સિદ્ધ થયા છે એમ નથી. વ્યવહારથી ભિન્નપણારૂપ જ્ઞાન કરીને સિદ્ધ થયા છે. અહીં તો પોતાન પરથી ભિન્ન કરવાની વાત છે. રાગથી ભિન્ન પડીને જેણે સ્વાશ્રયે નિર્મળ પર્યાય પ્રગટ કરી તે સાધક છે. પરંતુ રાગ-વ્યહાર મને લાભ કર્તા છે એમ રાગ સાથે જે એકતા કરે તેને ભેદજ્ઞાન નથી અને તે ચારગતિરૂપ સંસારમાં રખડશે.
પરથી ભિન્ન અને પોતાથી અભિન્ન એનું નામ ભેદજ્ઞાન છે. વ્યવહારથી રાગથી ભિન્ન થવું તે ભેદજ્ઞાન છે, વ્યવહારના સહારે ભેદજ્ઞાન નથી. જેનાથી ભિન્ન પડવું છે તે વ્યવહાર ભેદજ્ઞાનનું સાધન કેમ થાય? ન જ થાય. જે સ્વભાવસભુખ થાય છે તે વ્યવહારથી ભિન્ન પડીને અંદર જાય છે. અરે ભાઈ ! વ્યવહાર તો શુભરાગ છે, ઉદયભાવ છે, સંસાર છે, ઝેર છે, અમૃત-સ્વરૂપ ભગવાન આત્માથી વિપરીત સ્વભાવરૂપ છે. મોક્ષ અધિકારમાં પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહરણ આદિ શુભભાવને વિષકુંભ એટલે ઝેરનો ઘડો કહ્યો છે સમ્યગ્દષ્ટિનો વ્યવહાર વિષકુંભ છે.
અજ્ઞાનીના શુભરાગને વ્યવહારને કહેવાતો નથી. રાગથી ભિન્ન પડી જેણે સ્વભાવનો અનુભવ કર્યો તેને જે રાગ બાકી છે અને વ્યવહાર કહે છે. જે શુભરાગમાં જ સાવધાન છે એવા અજ્ઞાનીને વ્યવહાર કેવો? એને તો વ્યવહારમૂઢ કહ્યો છે. સમયસાર ગાથા ૪૧૩માં કહ્યું છે કે “જેઓ ખરેખર હું શ્રમણ છું- એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે તેઓ અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચયનય પર અનારૂઢ વર્તતા થકા, પરમાર્થસત્ય ભગવાન સમયસારને દેખતા નથી–અનુભવતા નથી.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #199
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ ભાઈ ! રાગની મંદતા તો અનાદિકાળથી કરે છે. નિગોદમાં પણ ક્ષણમાં શુભ અને ક્ષણમાં અશુભ થાય છે. એમાં નવું શું છે? જેને શુભરાગની-વ્યવહારને રુચિ છે તેને પોતાના આત્માનો દ્વેષ છે. સ્તુતિકારે ભગવાન સંભવનાથની સ્તુતિમાં કહ્યું છે- “ઢષ અરોચક ભાવ” અહાહા....! ત્રણલોકનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન અંદર બિરાજે છે. તેનો જેને આદર અને સત્કાર નથી અને રાગનો આદર છે તેને પોતાના પ્રત્યે જ દ્વેષ છે. બાપુ! દુનિયા માને છે એનાથી આ તદ્દન જુદી વાત છે. જેને નિજ સ્વભાવની રુચિ થઈ તેને વ્યવહારનીશુભરાગની રુચિ હોઈ શકતી નથી.
અહીં કહે છે. – સંસારરહિત અથવા સંસારરહિત દશામાં આત્મા પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસો, અન્યને અનુભવતો ન પ્રતિભાસો. જીવ કાં તો રાગને અનુભવ કાં તો પોતાની અનુભૂતિને અનુભવે; પણ પરને તે અનુભવે છે એમ છે જ નહિ. શેરડીના રસને જીવ અનુભવે છે. એમ છે જ નહિ. તેના પ્રતિ એને જે રાગ છે તે રાગને તે અનુભવે છે. મીરની તીખાશનો જીવને અનુભવ નથી. તીખાશ તો જડ છે. પણ તે ઠીક છે એવો જે એના પ્રત્યે રાગ છે તેને જીવ અનુભવે છે. વીંછી કે સાપના કરડનો (ડખનો ) જીવને અનુભવ નથી, એ તો જડની પર્યાય છે. તે વખતે અઠીકપણાનો જે દ્વેષનો ભાવ થાય છે તે દ્વેષને જીવ અનુભવ છે. સાકરની મીઠાશ અને અફીણની કડવાશનો જીવ ભોક્તા નથી. જે તે સમયે જે રા-દ્વેષાદિ વિકારી થાય છે તે વિકારી ભાવનો જીવ ભોક્તાનો જીવ ભોક્તા થાય છે. આવી વાત છે.
* ગાથા ૮૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન * “આત્માને પરદ્રવ્ય-પુદ્ગલકર્મના નિમિત્તથી સંસાર -નિઃસંસાર અવસ્થા છે. તે અવસ્થારૂપ આત્મા પોતે જ પરિણમે છે. તેથી તે પોતાનો જ કર્તા-ભોક્તા છે. પુદ્ગલકર્મનો કર્તા-ભોક્તા તો કદી નથી.
પુદગલકર્મના નિમિત્તથી સંસાર અવસ્થા છે. જુઓ, અહીં “નિમિત્તથી' એમ કહ્યું છે. એના અર્થ શું? એટલો જ કે નિમિત્તથી છે, નિમિત્ત હોય છે-બસ એટલી વાત છે. નિમિત્ત વડે અહીં જીવમાં વિકાર કરાયો છે એમ અર્થ નથી. વિકારની-સંસારની આદિ-મધ્ય-અંતમાં નિમિત્ત-કર્મ પ્રસર્યું છે એમ નથી. જીવમાં મિથ્યાગ્વાદિ સંસાર અવસ્થા પોતાથી છે ત્યારે કર્મ નિમિત્ત છે બસ એટલું.
તે જ પ્રમાણે આત્મામાં સંસારરહિત અવસ્થા થાય છે એમાં કર્મનો અભાવ નિમિત્ત છે. પણ કર્મનો અભાવ છે માટે મોક્ષમાર્ગની પર્યાય જીવને થઈ છે એમ નથી. સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગની વીતરાગ અવસ્થાની આ-મધ્ય-અંતમાં આત્મા છે. આત્માએ પોતે સ્વતંત્રપણે કર્તા થઈને મોક્ષમાર્ગની પર્યાય ઉત્પન્ન કરી છે. વ્યવહારનયના પરિણામ છે તો મોક્ષમાર્ગની પર્યાય પ્રગટી છે એમ પણ નથી, કેમકે મોક્ષમાર્ગની પર્યાયની આદિમાં વ્યવહારરત્નત્રયનો રાગ નથી, પણ આત્મા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #200
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૩ ]
[ ૧૮૯ લોકોનો ઝઘડો છે ને કે વ્યવહારથી નિશ્ચય થાય અને નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય તેનો અહં ખુલાસો છે. “નિમિત્તથી” એમ કહ્યું એનો અર્થ જ એ છે કે નિમિત્ત છે બસ. સંસાર અવસ્થામાં પુલકર્મનું નિમિત્ત છે. પણ નિમિત્તથી-કર્મથી જીવની સંસાર અવસ્થા કરાઈ છે એમ નથી. મિથ્યાત્વાદિ જે વિકાર થાય તેમાં દર્શનમોહકર્મનો ઉદય નિમિત્ત છે, પણ એ વિકારની આદિમાં કર્મ નથી, આત્મા છે. અહીં આ વાત સિદ્ધ કરવી છે કે કર્મનો ઉદય છે માટે વિકાર થયો છે એમ નથી.
પરમાત્મપ્રકાશની ગાથા ૬૮માં તો એમ સિદ્ધ કર્યું છે કે વિકારી દશાનું કર્તા પુદ્ગલકર્મનિમિત્ત તો નથી એ તો ઠીક, એનું કર્તા આત્મદ્રવ્ય પણ નથી. વિકારી પર્યાયનો કર્તા વિકારી પર્યાય છે. એક સમયમાં વિકાર જે મિથ્યાત્વાદિ પરિણામ થાય છે તેમાં તેના પટ્ટારકનું પરિણમન પર્યાયમાં સ્વતંત્ર છે; તેને દ્રવ્ય-ગુણની કે નિમિત્તથી અપેક્ષા નથી, કેમકે દ્રવ્ય-ગુણ ત્રિકાળ શુદ્ધ છે અને નિમિત્ત પરવસ્તુ છે.
જાઓ, દ્રવ્ય સિદ્ધ કરવું હોય ત્યારે એમ કહે કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યો (ગુણ-પર્યાયો) કર્તા અને દ્રવ્ય તેનું કર્મ. પ્રવચનસાર ગાથા ૯૬માં આ વતા લીધી છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યો અર્થાત્ ગુણો અને પર્યાયો દ્રવ્યના કર્તા છે, કરણ છે, અધિકરણ છે, કેમકે એનાથી દ્રવ્યથી સિદ્ધ થાય છે. બીજી અપેક્ષાથી કહીએ તો ગુણ-પર્યાયોનું અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું કર્તા, કરણ, અધિકરણ દ્રવ્ય છે કારણ કે દ્રવ્ય તેમાં વ્યાપક છે. ત્યાં વસ્તુની સ્થિતિ અર્થાત્ અસ્તિત્વ સિદ્ધ કરવાની વાત છે. અહીં એ વાત નથી.
અહીં કહે છે કે વિકારી પરિણામનો કર્તા વિકારી પર્યાય છે છતાં અભેદથી કહેતાં તેનો કર્તા આત્મા છે. વિકારની આદિમાં પર્યાય અથવા દ્રવ્ય આત્મા છે. પર્યાયને અભેદ ગણીને આત્માને કર્તા કહ્યો છે. તેવી રીતે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્વિકાર પર્યાય પોતાના પકારકથી પરિણમે છે છતાં ભેદથી તેનો કર્તા આત્મા છે એમ કહ્યું છે. અહીં તો એમ સિદ્ધ કરવું છે કે કર્મનો અભાવ થયો માટે મોક્ષમાર્ગ કે મોક્ષપદ પ્રગટ થયું- એમ નથી. ચાર ઘાતી કર્મન નાશ થતાં કેવળજ્ઞાન પ્રગટ થયું એમ તત્ત્વાર્થસૂત્રમાં આવે છે, પણ એ તો ત્યાં નિમિત્તથી વાત કરી છે. ખરેખર તો કેવળજ્ઞાનની પ્રાપ્તિના કાળમાં કેવળજ્ઞાન પ્રગટ થયું છે. તેની આદિમાં આત્મા છે. એથી સૂક્ષ્મ વિચારીએ તો કેવળજ્ઞાનની આદિમાં ખરેખર કેવળજ્ઞાનની પર્યાય છે. અરે ! લોકોને પોતાની સ્વતંત્રતા શું ચીજ છે તે બેઠું નથી.
નિશ્ચયથી પર્યાયનું કર્તા દ્રવ્ય નથી, કેમકે પર્યાયની આદિમાં પર્યાય છે. સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની પર્યાયની આદિમાં આત્મા છે એ તો પર્યાયને દ્રવ્યમાં અભેદ ગણીને કહ્યું છે. સમ્યગ્દર્શનની પર્યાયમાં આખા દ્રવ્યની શ્રદ્ધા આવે છે, દ્રવ્ય આવતું નથી. સમ્યજ્ઞાનની પર્યાયમાં દ્રવ્ય જેવું પરિપૂર્ણ છે તેવું તેનું જ્ઞાન આવે છે. ખરેખર તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #201
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦ ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૪ દ્રવ્ય સંબંધીનું જ્ઞાન જે પર્યાયમાં આવે છે તે પર્યાયનું જ્ઞાન પર્યાયમાં આવે છે. વળી દ્રવ્ય છે માટે દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં થાય છે એમ નથી. જ્ઞાનની પર્યાયમાં એટલી તાકાત છે કે દ્રવ્યનું જ્ઞાન, પોતાનું જ્ઞાન અને લોકાલોકનું જ્ઞાન તે એક સમયમાં કરી લે છે. શ્રુતજ્ઞાનમાં પણ આવું સામર્થ્ય છે. લોકલોકનું જ્ઞાન પણ પર્યાયમાં પોતાથી થાય છે, લોકલોક છે માટે પર્યાયમાં એનું જ્ઞાન થાય છે એમ નથી. પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન થાય છતાં દ્રવ્ય પર્યાય આવતું નથી અહાહા...! દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી અને પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. અહો ! વસ્તુની સ્વતંત્રતાની આવી અલૌકિક વાત છે!
અહીં વાત લીધી નથી. અહીં તો એમ બતાવવું છે કે મોક્ષમાર્ગની પર્યાયમાં તેની આદિમાં આત્મા છે પણ કર્મનો અભાવ કે વ્યવહારનો રાગ તેની આદિમાં નથી. વ્યવહારનો રાગ છે તો નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટયો છે એમ નથી. નિશ્ચયથી તો સ્વભાવનો આશ્રય લે છે તે જ સાક્ષાત્ મોક્ષમાર્ગનું કારણ છે.
પ્રશ્ન:- વ્યવહારથી થાય એમન માનીએ તો એકાંત નહિ થઈ જાય?
ઉત્તર:- અરે ભગવાન! આ સમ્યક એકાંત છે. નિમિત્ત દેખીને, સહચારી દેખીને વ્યવહારના રાગને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે. પંચાસ્તિકાયમાં શુભરાગને વ્યવહારસાધન કહ્યું છે. વ્યવહારસાધન અને નિશ્ચય સાધ્ય એમજ કહ્યું છે એ તો ભિન્ન સાધ્યસાધનની અપેક્ષાથી કહ્યું છે. પણ ભાઈ ! સાધન બે નથી, સાધનનું નિરૂપણ બે પ્રકારે છે. સાધન તો એક જ છે. મોક્ષમાર્ગપ્રકાશમાં પંડિત પ્રવર ટોડરમલજીએ નિશ્ચય-વ્યવહારનું રહસ્ય અત્યંત સ્પષ્ટ ખોલી દીધું છે. ત્યાં કહ્યું છે કે – “મોક્ષમાર્ગ તો બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર.' આમ યથાર્થ મોક્ષમાર્ગ એક જ છે. મોક્ષમાર્ગ કહો, કારણ હો, ઉપાય હો કે સાધન કહો-તે એક જ છે, બે નથી. આ પરમ સત્ય છે.
ત્યારે કોઈ કહે છે કે થોડું તમે ઢીલું મૂકો અને થોડું અમે ઢીલું મૂકીએ તો બંનેની એકતાથઈ જાય. પણ બાપુ! આમાં બાંધછોને કયાં અવકાશ છે? વસ્તુના સ્વરૂપનો નિર્ણય, સત્યનો નિર્ણય બાંધછોડથી કેમ થાય? ભાઈ ! વિવાદથી કે બાંધછોડથી સત્ય હાથ ન આવે. સત્ય તો સત્યને જેમ છે તેમ સમજવાથી જ પ્રાપ્ત થાય.
પ્રશ્ન:- શાસ્ત્રમાં અકલંકદેવે બે કારણથી કાર્ય થાય એમ કહ્યું છે?
ઉત્તર- હા, પણ એ તો નિમિત્તનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. પ્રમાણજ્ઞાનમાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે પોતાની પર્યાય પોતાથી થાય છે એ વાતનો નિષેધ કરીને નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે એમ નથી. નિશ્ચયથી કાર્ય પોતાથી થયું છે, નિમિત્તથી નહિ એ વાતને રાખીને પ્રમાણમાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. અન્યથા પ્રમાણજ્ઞાન જ રહેશે નહિ. મોક્ષમાર્ગપ્રકાશકમાં સાતમાં અધિકારમાં અતિ સ્પષ્ટપણે કહ્યું છે કે યથાર્થ નિરૂપણ તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #202
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૩ ]
[ ૧૯૧ નિશ્ચય અને ઉપચા નિરૂપણ તે વ્યવહાર. વળી ત્યાં કહ્યું છે કે- વ્યવહારનય સ્વદ્રવ્ય-પદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો, વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે વે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.”
પ્રશ્ન- વ્યવહાર કહ્યો છે ને?
ઉત્તર:- હા, પરંતુ એનું ફળ સંસાર છે. સમયસાર ગાથા ૧૧ના ભાવાર્થમાં કહ્યું છે કેપ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવંબ જાણી બહુ કાર્યો છે, પણ એનું ફળ સંસાર જ છે.” જુઓ, વ્યવહાર આવે છે ખરો, એનું અનુસરણ કરવા લાયક નથી કેમકે એનું સંસાર જ છે.
ત્યારે કોઈ કહે છે કે આ તો એકાંત છે; એકાંત છોડી દેવું જોઈએ.
પણ ભાઈ ! સમ્યફ એકાંતનું જ્ઞાન થાય ત્યારે પર્યાય અને રાગનું એટલે કે અનેકાંતનું યથાર્થ જ્ઞાન થાય છે. સમ્યક્ એકાંતવાળાને સમ્યક અનેકાંતનું સાચું જ્ઞાન થાય છે. જેને સમ્યક એકાંતનું જ્ઞાન નથી એને અનેકાંતનું સાચું જ્ઞાન નથી. શ્રીમદ્ એકાંતનું જ્ઞાન નથી એને વિપરીત જ્ઞાન છે. એને એનકાંતનું સાચું જ્ઞાન નથી. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છેસમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અનેકાંત અન્ય હેતુએ ઉપકારી નથી.' સમ્યક એકાંત એવા એટલે આત્માના આશ્રયથી જ્યાં દર્શન-જ્ઞાન પ્રગટ થયું ત્યાં અનેકાંતનું એટલે રાગ અને પર્યાયનું પણ સાચું જ્ઞાન હોય છે.
ભાઈ ! આ તો અંતરમાં જવાની, પર્યાયને અંદર ઝુકાવવાની વાત છે. દ્રવ્યની સન્મુખ થઈ દ્રવ્યોના આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે. પર્યાયના કે વ્યવહારના આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી. અરે ! નિર્મળ પર્યાયના આશ્રયે પણ ધર્મ પ્રગટ થતો નથી તો પછી રાગના કે વ્યવહારના આશ્રયે સમ્યગ્દર્શન થાય એ વાત ક્યાં રહી?
- વાદવિવાદ મૂકીને પ્રભુ ! આ સમજવા જેવું છે. ભાઈ ! તું ભગવાન છો ને! છતાં તારી અશુદ્ધતા પણ મોટી! અનુભવપ્રકાશમાં શ્રી દીપચંદજીએ કહ્યું છે કે - ત્રણલોકના નાથ તીર્થકરદ્રવના સમોસરણમાં અનંતવાર ગયો છતાં તે અશુદ્ધતા ન છોડી. ત્રણલોકના નાથ અહંત પરમાત્માની દિવ્ય વાણી અનંતવાર સાંભળી. સમોસરણમાં અનંતવાર મણિરત્ના દીવ, હીરાના થાળ અને કલ્પવૃક્ષના ફૂલથી જિનભગવાનની પૂજા કરી. “જય હો, જય હો' એમ ભગવાનનો અનંતવાર જયજયકાર કર્યો. પરમાત્મા પ્રકાશમાં પણ આવે છે કે ભવભવે ભગવાનની પૂજા કરી. પણ ભાઈ ! પરદ્રવ્યની પૂજાનો એ તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #203
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
વિકલ્પ હતો. પ્રભુ! સ્વાશ્રય કર્યા વિના અશુદ્ધચા કેમ મટે? મહાવિદેહક્ષેત્રમાં જ્યાં સાક્ષાત્ તીર્થંકર બિરાજે છે ત્યાં અનંતવાર જન્મ્યો, પણ તેથ શું?
પ્રશ્ન:- મહાવિદેહમાં જાય તો તો ધર્મ થાય ને?
ઉત્તર:- ભાઈ! એમ નથી. આત્મામાં જાય તો ધર્મ થાય. કહ્યું ને કે મહાવિદેહમાં અનંતવાર ગયો પણ સમ્યગ્દર્શન પામ્યો નહિ. જુઓ, સિદ્ધક્ષેત્રમાં જ્યાં ૫રમાત્મા બિરાજને છે તેમના પેટના ક્ષેત્રમાં નિગોદના અનંત જીવો અવગાહના લઈ પડયા છે. પરંતુ બન્નેના ક્ષેત્ર અને ભાવ ભિન્ન છે. એકના કારણે બીજામાં કાંઈ થાય એમ જ નહિ.
આઠમી ગાથામાં આચાર્યદેવ શિષ્યને આત્માનો બોધ કરતાં કહે છે કે -‘દર્શન-જ્ઞાનચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે' આટલો ભેદ પડયો માટે વ્યવહાર છે. પોતાની નિશ્ચય ચીજને સમજાવવામાં વ્યવહાર આવે છે. સમજ્યા વિના પોતાનું કાર્ય શી રીતે કરે? તેથી વ્યવહાર આવે છે. પણ ત્યાં જ કહ્યું છે કે ઉપદેશ કરનારે કે સાંભળનારે વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. વળી પુરુષાર્થસિદ્ધયુપાયમાં તો એમ કહ્યું છે કે ધર્માત્મા સંતો અજ્ઞાનીને વ્યવહાર દ્વાર નિશ્ચય વસ્તુને સમજાવે છે ત્યાં જે એકલા વ્યવહારને પકડે છે તે ઉપદેશ સાંભળવાને પાત્ર જ નથી. ભાઈ ! નિશ્ચયને સમજાવવા માટે વ્યવહાર કહ્યો છે એમ યથાર્થ સમજી દ્રવ્ય ઉપર દષ્ટિ સ્થાપ. ભેદથી છે, સમજાવ્યુ પણ ભેદ ઉપર લક્ષ ન આપ, અભેદનું લક્ષ કર. અહાહા...! વસ્તુ તો આવી છે ધર્મ પણ આવો છે અને ધર્મી પણ આવો હોય છે.
પ્રશ્ન:- પ્રથમ તો વ્યવહાર જ હોય ને ?
ઉત્ત૨:- ના, વ્યવહાર પહેલો હોતો નથ. જ્યારે નિશ્ચય પ્રગટ થાય ત્યારે જે રાગ છે તેને વ્યવહાર કહેવામાં આવે છે.
પ્રશ્ન:- વ્યવહાર કરતાં કરતાં ધર્મથઈ જાય એમ છે કે નહિ ?
ઉત્તર:- એમ બીલકુલ નથી. રાગ કરતાં કરતાં અરાગ થઈ જાય એમ કેમ હોઈ શકે? રાગની દશાની દિશા ૫૨ તરફ છે અને અરાગી ધર્મની દશા સ્વ તરફ છે. અરે! પ૨ તરફ લક્ષ કરૈ અને સ્વ તરફ આવે એમ કેવી રીતે બને? ન જ બને. ચાલે આથમણુ અને પહોંચે ઉગમણે એમ બને ? ન જ બને. રાગ તો અંધકાર છે. તે અધકારથી ચૈતન્યમય પ્રકાશ કેમ પ્રાપ્ત થાય ? ન જ થાય. ભાઈ! વસ્તુ જ આવી છે. વ્યવહારથી નિશ્ચય થાય એ માન્યતા એક મોટું શલ્ય છે. જ્યાં વ્યવહારને સાધન કહ્યું છે ત્યાં ધર્મીને નિશ્ચય જે પ્રગટ છે એનો આરોપ આપીને ઉપચારથી કહ્યું છે ખરેખર વ્યવહાર તે સાધન નથી.
કળશ (૪૦) માં આવે છે કે ‘ઘીનો ઘડો' છે તે માટીમય છે, ઘીમય નથી.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #204
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૩ ]
[ ૧૯૩ ઘીનો ઘડો” તો વ્યવહારથી કહ્યું. તેમ ભાઈ ! તારી ચીજ-નિશ્ચય વસ્તુને સમજાવવા વ્યવહાર દ્વારા કહી. પણ ત્યાં જે એકલા વ્યવહારને જ પકડે છે તે દેશનાને પાત્ર નથી.
આદિ-મધ્ય-અંતર્મુ-કહીને આ ગાથામાં અલૌકિક વાત કરી છે. રાગ થાય વા સમ્યગ્દર્શન થાય એની આદિ-મધ્ય-અંતમાં આત્મા છે. કોઈ વ્યવહારની અપેક્ષા રાખીને સમ્યગ્દર્શન થયું છે એમ નથી. તથા નિમિત્તથી અપેક્ષા વિકારીથાય છે એમ નથી. ભાવાર્થમાં ઘણું ભરી દીધું છે.
પુદ્ગલકર્મના નિમિત્તે સંસારયુક્ત અથવા સંસારરહિત અવસ્થારૂપે આત્મા સ્વયં પરિણમન કરે છે. કર્મનું નિમિત્ત હો, પણ વિકારરૂપે પોતે સ્વયં પરિણમે છે. પ્રવચનસારમાં ૩૪માં ઈશ્વરનયન આવે છે. ત્યાં કહ્યું છે કે “આત્મદ્રવ્ય ઈશ્વરનવે પરતંત્રતા ભોગવનાર છે.” પોતે સ્વતંત્રપણે કર્મને વશ થાય છે. કર્મ તેને આધીનકરે છે. એમ નથી. ધાવની દુકાને ધવડાવવામાં આવતા મુસાફરના બાળકની માફક જીવ સ્વતંત્રપણે પરવશ થાય છે. નિમિત્ત એને વશ કરે છે એવું ત્રણકાળમાં નથી. મૂળ નિયમ અને સિદ્ધાંત ન સમજે અને ઉપર ઉપરથી પકડે તો સત્ય વસ્તુ સમજમાં નહિ આવે. વ્યવહારથી થાય અને નિમિત્તથી થાય એમ માની લે તો નિશ્ચયનું સ્વરૂપ નહિ સમજાય.
પરથી થાય એવી માન્યતાવાળાને પરનો આદર અને સ્વનો અનાદર છે. અહા! જેને રાગનાં રુચિ અને પ્રેમ છે તેને નિર્વિકાર નિજ ચૈતન્યમય ભગવાન પ્રતિ દ્વેષ કરે છે. રાગવૈષની આવી વ્યાખ્યા છે. વ્યવહારરત્નત્રયના રાગ પ્રત્યે જેને પ્રેમ છે તેને ભગવાન આત્મા પ્રતિ અરુચિ અને દ્વેષ છે. અને જેને ભગવાન આત્માની રુચિ થઈ છે તેને રાગની રુચિ ઉડી ગઈ છે. રાગ રહે છે પણ રાગની રુચિ ઉડી ગઈ છે. સમયસાર ગાથા ૭૩માં આવી ગયું છે કે વિકારનો સ્વામી પુદ્ગલ છે. રાગના સ્વામીપણે હું સદાય પરિણમતો નથી એવો હું નિમર્મ છું. આ ધર્મી સમકિતીની વાત છે. પણ સમ્યગ્દર્શન થયા પહેલાં પણ વિકલ્પ દ્વારા આવો જ નિર્ણય કરે છે કે ભવિષ્યમાં રાગ થશે એના સ્વામીએ હું નહિ પરિણમે. વ્યવહાર આવશે પણ વ્યવહારના સ્વામીપણે નહિ પરિણમે કેમકે હું તો નિમર્મ એટલે મમતારહિત છું. પ્રભુ! તારો માર્ગ આવો છે. તું વીતરાગસ્વરૂપ પ્રભુ છો. વ્યવહાર તો તારી પ્રભુતામાં લાંછન છે. રાગથી તારી પ્રભુતાને ઝાંખપ લાગી છે.
ચારે બાજુથી દેખો તો સત્ય સિદ્ધાંત ખડો થાય છે. પહેલો વ્યવહાર આવે છે એમ છે નહિ. જેને નિશ્ચયના આશ્રયે ધર્મ પ્રગટયો છે તેના રાગને વ્યવહાર કહેવામાં આવે છે કોઈ જગાએ એમ વાત આવે કે વ્યવહારથી શુદ્ધિની વૃદ્ધિ થાય છે. પણ એનો અર્થ એમ છે કે છઠ્ઠ ગુણસ્થાને જે નિર્મળ પરિણતિની શુદ્ધિ છે તે સાતમા ગુણસ્થાનમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #205
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ શુદ્ધિની વૃદ્ધિ થાય છે. પૂર્વની જે શુદ્ધિ છે તે પછીની શુદ્ધિની વૃદ્ધિનું કારણ છે. ત્યાં સાથે જે રાગ છે તેને ઉપચારથી શુદ્ધિની વૃદ્ધિનું કારણ કહ્યું છે. સર્વત્ર નિશ્ચય-વ્યવહારનું લક્ષણ આ પ્રમાણે જ જાણવું એમ શ્રી ટોડરમલજીએ કહ્યું છે. પંચાસ્તિકાયમાં વ્યવહાર સાધ્ય-સાધનની વાત કરી છે. ત્યાં આત્માનો સ્વનો આશ્રય લીધો છે. તે નિશ્ચય સાધન છે અને સાથે જે રાગ છે તેને ઉપચારથી સાધન કહ્યું છે, પણ તે ખરું સાધન નથી.
રાગથી ભિન્ન પ્રજ્ઞાછીણી વડે જે અનુભવ પ્રગટ થયો તે અનુભવ નિશ્ચય સાધન છે; સાથે જે રાગ છે તેને આરોપ આપીને ઉપચારથી સાધન કહ્યું છે. નિશ્ચય-વ્યવહારનો યથાર્થ અર્થ ન સમજે અને બીજો અર્થ કરે તો શું થાય? અનર્થ જ થાય. વસ્તુસ્થિતિ તો આવી છે ભાઈ !
આ પ્રમાણે આત્મા પોતાના રાગનો અથવા મોક્ષમાર્ગનો કર્તા-ભોક્તા છે, પુદ્ગલકર્મનો કર્તા-ભોક્તા કદી નથી. કર્મ નિમિત્ત પણ તકર્મ આત્માના રાગનું અથવા મોક્ષમાર્ગનું કર્તા નથી. આત્મા પોતાના વિકારી-નિર્વિકારી પરિણમનનો કર્તા-ભોક્તા છે પણ પરનોપુદ્ગલકર્મને કર્તા-ભોક્તા નથી. આવું જ વસ્તુસ્વરૂપ છે.
[ પ્રવચનં. ૧૩૯ શેષ, ૧૪ થી ૧૪૨ * દિનાંદ ૨૮-૭-૭૬ થી ૩૧-૭-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #206
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૮૪
अथ व्यवहारं दर्शयति
ववहारस्स दु आदा पोग्गलकम्मं करेदि णेयविहं। तं चेव पुणो वेयइ पोग्गलकम्मं अणेयविहं।। ८४ ।।
व्यवहारस्य त्वात्मा पुद्गलकर्म करोति नैकविधम्।
तचैव पुनर्वेदयते पुद्गलकर्मानेकविधम्।।८४।। હવે વ્યવહાર દર્શાવે છે:
આત્મા કરે વિધવિધ પુદ્ગલકર્મ-મત વ્યવહારનું,
વળી તે જ પુદ્ગલકર્મ આત્મા ભોગવે વિધવિધનું. ૮૪. ગાથાર્થ:- [ વ્યવહારચ તુ] વ્યવહારનયનો એ મત છે કે [માત્મા: ] આત્મા [ નૈવવિધમ ] અનેક પ્રકારના [પુનિવર્ન] પુદ્ગલકર્મને [ રોતિ] કરે છે [પુન: ૨] અને વળી [ત 4] તે જ [ નેવિઘમ્] અનેક પ્રકારના [પુત] પુદ્ગલકર્મને [વેયતે ] તે ભોગવે છે.
ટીકાઃ- જેમ, અંદરમાં વ્યાપ્યવ્યાપકભાવથી માટી ઘડાને કરે છે અને ભાવ્યભાવકભાવથી માટી જ ઘડાને ભોગવે છે તોપણ, બહારમાં, વ્યાપ્યવ્યાપકભાવથી ઘડાના 'સંભવને અનુકૂળ એવા (ઇચ્છારૂપ અને હસ્તાદિકની ક્રિયારૂપ પોતાના) વ્યાપારને કરતો અને ઘડા વડે કરેલો પાણીનો જે ઉપયોગ તેનાથી ઊપજેલી તૃપ્તિને (પોતાના તૃતિભાવને) ભાવ્યભાવકભાવ વડે અનુભવતો-ભોગવતો એવો કુંભાર ઘડાને કરે છે અને ભોગવે છે એવો લોકોનો અનાદિથી રૂઢ વ્યવહાર છે; તેવી રીતે, અંદરમાં વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલદ્રવ્ય કર્મને કરે છે અને ભાવ્યભાવકભાવથી પુગલદ્રવ્ય જ કર્મને ભોગવે છે તોપણ, બહારમાં, વ્યાપ્યવ્યાપકભાવથી અજ્ઞાનને લીધે પુદ્ગલકર્મના સંભવને અનુકૂળ એવા (પોતાના રાગાદિક) પરિણામને કરતો અને પુલકર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની જે નિકટતા તેનાથી ઊપજેલી (પોતાની) સુખદુઃખરૂપ પરિણતિને ભાવ્યભાવકભાવ વડે અનુભવતો-ભોગવતો એવો જીવ પુગલકર્મને કરે છે અને ભોગવે છે એવો અજ્ઞાનીઓનો અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર છે.
ભાવાર્થ- પુદ્ગલકર્મને પરમાર્થે પુદ્ગલ દ્રવ્ય જ કરે છે; જીવ તો પુદ્ગલકર્મની ઉત્પત્તિને અનુકૂળ એવા પોતાના રાગાદિક પરિણામોને કરે છે. વળી પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મને ભોગવે છે; જીવ તો પુદ્ગલકર્મના નિમિત્તથી થતા પોતાના રાગાદિક
૧. સંભવ થવું તે; ઉત્પત્તિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #207
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ પરિણામોને ભોગવે છે. પરંતુ જીવ અને પુદ્ગલનો આવો નિમિત્તનૈમિત્તિકભાવ દેખીને અજ્ઞાનીને એવો ભ્રમ છે કે પુદ્દગલકર્મને જીવ કરે છે અને ભોગવે છે. આવો અનાદિ અજ્ઞાનને લીધે અનાદિ કાળથી પ્રસિદ્ધ વ્યવહાર છે.
૫૨માર્થે જીવ-પુદ્ગલની પ્રવૃત્તિ ભિન્ન હોવા છતાં, જ્યાં સુધી ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી બહારથી તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય છે. અજ્ઞાનીને જીવ-પુદ્ગલનું ભેદજ્ઞાન નહિ હોવાથી ઉપલક દષ્ટિએ જેવું દેખાય તેવું તે માની લે છે; તેથી તે એમ માને છે કે જીવ પુદ્દગલકર્મને કરે છે અને ભોગવે છે. શ્રી ગુરુ ભેદજ્ઞાન કરાવી, પરમાર્થ જીવનું સ્વરૂપ બતાવીને, અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહાર કહે છે.
*
*
સમયસાર ગાથા ૮૪: મથાળું
હવે અજ્ઞાનીનો રૂઢ વ્યવહાર દર્શાવે છે. અજ્ઞાની શું માને છે તે સ્પષ્ટ કરીને ભેદજ્ઞાન કરાવે છે.
*
* ગાથા- ૮૪: ટીકા ઉપ૨નું પ્રવચન *
‘ જેમ, અંદરમાં વ્યાપ્યવ્યાપભાવથી માટી ઘડાને કરે છે અને ભાવ્યભાવકભાવથી માટી જ ઘડાને ભોગવે છે તોપણ, બહારમાં, વ્યાપ્યવ્યાપકભાવથી ઘડાના સંભવને અનુકૂળ એવા વ્યાપારને કરતો અને ઘડા વડે કરેલો પાણીનો જે ઉપયોગ તેનાથી ઊપજેલી તૃપ્તિને ભાવ્યભાવકભાવ વડે અનુવતો-ભોગવતો એવો કુંભાર ઘડાને કરે છે અને ભોગવે છે એવો લોકોના અનાદિથી રૂઢ વ્યવહાર છે’
શું કહે છે? કે વ્યાખવ્યાપકભાવથી માટી ઘડાની પર્યાયને કરે છે, કુંભાર નહિ. પ્રશ્ન:- આ વાત ગળે ઉતરતી નથી ને?
ઉત્તર:- આ વાત ગળે ઉતારવી પડશે. વસ્તુનું સ્વરૂપ જ એમ છે. અહીં તો કહે છે. વ્યવહારનો જે શુભરાગ છે તેને પોતાનું કર્તવ્ય માની તેનો કર્તા થાય છે. તેને આત્મા હૈય થઈ જાય છે. રાગને ઉપાદેય માનનારે અમૃતસ્વરૂપ ભગવાન આત્માને હૈય માન્યો છે. જેમ કોઈ મહાપુરુષ ઘેર આવે તેને છોડીને નાના બાળક સાથે વાત કરવા લાગી જાય તો તે મહાપુરુષનો અનાદર છે. તેમ ત્રણલોકનો નાથ ભગવાન અંદર મહાન ચીજ પડી છે તેની સન્મુખ ન થતાં રાગ સામે લક્ષ કરીને આનંદ માને તો તે ભગવાન આત્માનો અનાદર છે. પરમાત્મપ્રકાશ ગાથા ૩૬માં લખ્યું કે अत्र सदैव परमात्मा वीतरागनिविकल्पસમાધિરતાનામુપાવેયો મવત્યચેષાં રૂતિ ભાવાર્થ: ” સદાય વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં લીન સાધુઓને તો આત્મા ઉપાદેય છે; મૂઢોને નહિ. અહાહા..! શું કહે છે? સાંભળ, ભાઈ ! આત્મા જે શુદ્ધચૈતન્યઘન પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન છે તે નિર્વિકલ્પ સમાધિમાં લીન એવા સાધુઓને સદાય ઉપાદેય છે અને રાગ ય છે.
(C
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #208
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૪ ]
[ ૧૯૭
તથા જે રાગને ઉપાદેય માનીને રાગની રુચિમાં પડયા છે તેમને આત્મા હૈય છે. સૂક્ષ્મ વાત છે ભાઈ! રાગ હૈય છે એમ તો આવે છે પણ અહીં તો રાગની રુચિવાળાને આત્મા હૈય છે એમ કહ્યું છે.
આ અંતરના માર્ગની ઝીણી વાત છે લોકો રાડ નાખે પણ શું થાય? દય, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ વિભાવભાવ છે. તે તે સ્વભાવથી વિપરીત ભિન્ન ચીજ છે. તે વિભાવનો જે કર્તા થાય છે, તેનું વિભાવનું પરિણમન નવા કર્મના બંધમાં નિમિત્ત થાય છે; ત્યાં અજ્ઞાની માને છે કે નવાં કર્મ મે બાંધ્યાં. તેવી જ રીતે અજ્ઞાની જે હરખ-શોક ભોગવે છે
તેમા કર્મનું નિમિત્ત છે ત્યાં અજ્ઞાની માને છે કે હું કર્મ ભોગવું છું. આ તેની જૂઠી માન્યતા
છે.
અહીં બે દ્રવ્યો વચ્ચે ભેદજ્ઞાન કરાવવું છે. રાગનું પરિણમન અજ્ઞાની વ્યાખવ્યાપકપણે પોતામાં પોતે કરે છે. રાગ મારું વ્યાપ્ય કર્મ અને રાગનો હું વ્યાપક કર્તા એમ અજ્ઞાની માને તો તે વાત અજ્ઞાનપણે ઠીક છે. અજ્ઞાની પોતાની ચીજને ભૂલીને વિકારનું પરિણમન વ્યાપ્યવ્યાપકભાવથી કરે છે એ વાત અજ્ઞાનદશામાં તો બરાબર છે. પરંતુ તેનું વિકારી પરિણમન નવા કર્મબંધમાં નિમિત્ત છે ત્યાં નિમિત્ત દેખીને મેં કર્મ બાંધ્યાં એવું જે અજ્ઞાની માને છે તે વિપરીત છે. હબખશોકના ભોગના કાળે કર્મ એમાં નિમિત્ત છે. તેથી કર્મ હું ભોગવું છું એમ તે માને છે એ વિપરીત છે.
"
આ
અહીં તો ૫૨નો કર્તા જીવ નથી એવું ભેદજ્ઞાન કરાવીને કર્મબંધનના કાળમાં જ્ઞાની (આત્મા ) તેનું નિમિત્ત પણ નથી એ વાત સિદ્ધ કારવી છે. અહા ! કર્મબંધનમાં આત્મદ્રવ્ય નિમિત્ત નથી એવો એનો સ્વાભવ છે. સમયસાર ગાથા ૧૦૫ માં આવે છે કે - લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં પણ, અનાદિ અજ્ઞાનને લીધે પૌદ્દગલકિ કર્મને નિમિત્તરૂપ થતાં એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં, પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે, તેથી ‘પૌદ્દગલિક કર્મ આત્માએ કર્યું’ એવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવથી ભ્રષ્ટ, વિકલ્પપરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે; તે વિકલ્પ ઉપચાર જ છે, ૫૨માર્થ નથી.” અજ્ઞાની માનીલે છે કે હું કર્મબંધનનો કર્તા અને ભોક્તા છું ખરેખર એમ નથી. માત્ર ઉપચારથી જ અજ્ઞાનને કર્મબંધનનો કર્તા કહેવામાં આવે
છે.
આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મનું નિમિત્ત નથી. દ્રવ્ય નિમિત્ત કેમ હોય ? દ્રવ્ય નિમિત્ત નથી તો જેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર છે એવો જ્ઞની પણ નવા કર્મબંધમાં નિમિત્ત નથી.
ભગવાન! વીતરાગનો માર્ગ બહું સૂક્ષ્મ છે. આ બહારનાં રૂપાળાં શરી૨ વગેરેનાં જે આકર્ષણ ( રુચિ ) થાય છે એ બધો મિથ્યાત્વભાવ છે. અંદર પૂર્ણાનંદનો નાથ પરમાત્મા ત્રિકાળ સુંદર પડયો છે તેનું આકર્ષણ (રુચિ ) છોડીને ૫૨વસ્તુમાં આકર્ષણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #209
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ થઈ જાય છે તે અજ્ઞાન છે. અજ્ઞાની આ બાહ્ય ચીજોની ચમક દેખીને તેની અધિકતામાં રાજી થઈ જાય છે પણ એ તો હાડકાંના ફોસ્ફરસની ચમક છે. અંદર ત્રણલોકનો નાથ ચૈતન્યસ્વરૂપ ભગવાન છે તે ચમત્કારિક વસ્તુ છે. અહા! આવો શુદ્ધ ચિદાનંદસ્વરૂપ ભગવાન જ્ઞાયક નવા કર્મબંધનમાં નિમિત્ત થાય એવો એનો સ્વભાવ નથી. જો સ્વભાવથી આત્મા નિમિત્ત થાય તો આત્મ વિકારસ્વરૂપ જ થઈ જાય. કમૃબંધનનું ઉપાદાન તો કર્મ જડ છે અને એમાં અજ્ઞાનીનો અજ્ઞાનભાવ નિમિત્ત છે, પણ આત્મદ્રવ્ય નિમિત્ત નથી.
જુઓ ! આ તો ભગવાનની (કહેલી) ધર્મકથા ચાલે છે. એમાં લક્ષ બીજે જાય તો વાણીનો અનાદર થઈ જાય. એકભગવતારી ઈન્દ્રો જેને સાંભળવા આવે છે એવી ભગવાનની આ દિવ્ય વાણી છે. તે કોઈ મહાસૌભાગ્યથી સાંભળવા મળે છે. નિયમસાર ગાથા ૧૦૮માં આવે છે કે – “ભગવાન અતના મુખારવિચંદથી નીકળેલો, (શ્રવણ માટે આવેલ) સકળ જનતાને શ્રવણનું સૌભાગ્ય મળે એવો, સુંદર-આનંદસ્યદી (સુંદર-આનંદ ઝરતો), અનક્ષરાત્મક જે દિવ્યધ્વનિ, તેના પરિજ્ઞાનમાં કુશળ ચતુર્થજ્ઞાનધર (મન:પર્યયજ્ઞાનધારી) ગૌતમમહર્ષિ ના મુખકમળથી નીકળેલી જે ચતુર વચનરચના, તેના ગર્ભમાં રહેલા રદ્ધાંતાદિ (સિદ્ધાંતાદિા) સમસ્ત શાસ્ત્રોના અર્થસમૂહુના સાસ્સર્વસ્વરૂપ શુદ્ધ-નિશ્ચય-પરમ-આલોચનાના ચાર ભેદો છે.”
ભગવાન મુખમાંથી પાણી નીકળતી નથી. સર્વાગેથી” ધ્વનિ ઉઠે છે; પરંતુ લોકોની અપેક્ષાએ “મુખારવિંદથી” એમ કહ્યું છે. સકળ જનતાને શ્રવણનું સૌભાગ્ય મળે એવી આનંદ ઝરતી વાણી ખરે છે. વાણીમાં આનંદસ્વરૂપ આત્માનું નિરૂપણ આવે છે એટલે વાણીને આનંદ દેનારી કહી છે. આ નિમિત્તનું કથન છે. ભગવાનની વાણીમાં વીતરાગતા બતાવી છે. વીતરાગતા કયારે પ્રગટે? સ્વનો આશ્રય કરે ત્યારે, આનંદની જે અનુવદશા પ્રગટે છે એ જિનવાણીનો સાર છે. આ દિવ્ય વાથી સાંભળીને ચાર જ્ઞાનના ધણી ભગવાન ગણધરદેવ સિદ્ધાંતની ગૂંથણી કરે છે. આવી દિવ્યધ્વનિ જેના કાને પડે એનું પણ મહા-સૌભાગ્ય છે. એ દિવ્યધ્વનિનો સાર આ પાંચ પરમાગમો અહીં ઉપર-નીચે કોતરાઈ ગયાં છે. વહા, દિવ્યધ્વનિ વાહ!
પ્રશ્ન:- આ કાળમાં આપે પણ આ સરસ કામ કર્યું છે !
ઉત્તર:- કોણ કરે? છયે દ્રવ્યોમાં, પર્યાયની ઉત્પત્તિનો કાળ હોય, તે તે પર્યાય પ્રગટ થાય છે. તે પર્યાયની જન્મક્ષણ છે. પ્રવચનસાર ગાથા ૧૦૨માંઆવ્યું છે કે -દ્રવ્યની જે પર્યાયની ઉત્પત્તિનો કાળ હોય તે પર્યાય સ્વકાળે પોતાથી ઉત્પન્ન થાય છે. તેની પર્યાયની ઉત્પત્તિ બીજો કરી દે એમ છે જ નહિ. જન્મક્ષણ એટલે પર્યાયની ઉત્પત્તિનો કાળ હોય ત્યારે તે સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. આ પરમાગમ-મંદિરના નિર્માણનો એનો કાળ હતો નથી તેથી તેના કાળે તે થયું છે, બીજાએ કોઈએ કર્યું છે એમ છે જ નહિ. બીજાએ કર્યું એમ કહેવું એ તો તે વખતે નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #210
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૪ ]
| [ ૧૯૯ બે કારણ કહ્યાં છે ને?
હા, એક યથાર્થ કારણ છે અને બીજું ઉપચારથી કારણ છે. અજ્ઞાની વ્યાપ્યવ્યાપકપણે રાગને કરે છે. રાગનો વ્યાપક આત્મા અને રાગ એનું વ્યાપ્ય એમ અજ્ઞાનપણે છે. તે રાગ નવા કર્મબંધમાં નિમિત્ત છે. ત્યાં નિમિત્ત દેખીને મેં કર્મ બાંધ્યાં એમ અજ્ઞાની માને છે. અજ્ઞાનીએ કર્યા છે તો રાગ-દ્વેષ; તથાપિ કર્મબંધને મેં કહ્યું એવો તેનો જે વિકલ્પ છે તે ઉપચાર જ છે, પરમાર્થ નથી. આ વાત ગાથા ૧૦૫ માં આવે છે.
જડકર્મના બંધની પર્યાયનો કર્તા આત્મા છે એમ બીલકુલ છે જ નહિ. કર્મબંધની જે પર્યાય થઈ તે પુગલજનું વ્યાપ્ય છે અને પુદ્ગલ તેમાં વ્યાપક એટલે કર્તા છે. એ આત્માન વ્યાપ્ય કર્મ છે જ નહિ. અજ્ઞાની જેટલા રાગદ્વેષ કરે તેટલા પ્રમાણમાં નવા કર્મનો બંધ થાય છે. ત્યાં રાગદ્વેષમાં અજ્ઞાનીને વ્યાપ્યવ્યાપકપણું છે પણ કર્મબંધ સાતે એને વ્યાયવ્યાપકપણું નથી. અજ્ઞાની રાગાદિ કરે છે, પણ કર્મબંધનનું કામ કરે છે એમ છે જ નહિ. અહીં તો એમ સિદ્ધ કરવું છે કે જે રાગ-દ્વેષને ઉપાદેય માનીને પરિણમે છે. એવા અજ્ઞાનીનું પરિણમન નવા કર્મબંધનમાં નિમિત્ત થાય છે. અરે ! જેને ભગવાન આત્મા હેય થઈ ગયો છે એવો અજ્ઞાની જીવ નવન કર્મબંધનનું નિમિત્ત થાય છે. અરે પ્રભુ! આવો અવતા મળ્યો એમાં પોતાની શુદ્ધ ત્રિકાળી ચીજની દષ્ટિ ન થઈ તો તારા ઉતારા કયાં થશે? પછી તને શરણ નહિ મે હો ! ભગવાન ! હમણાં જ આ સમજણ કરી લેવા યોગ્ય છે.
કહે છે-અંદરમાં વ્યાપ્યવ્યાપકભાવથી માટી ઘડાને કરે છે અને ભાવ્યભાવકભાવથી માટી જ ઘડાને ભોગવે છે. જુઓ, માટી જ ઘડાનો કર્તા અને ભોક્તા છે, કુંભાર નહિ. માટી કર્તા થઈને ઘડારૂપ કાર્ય કરે છે અને માટી પોતે ભાવ્ય નામ ભોગવવા યોગ્ય ઘડારૂપ પર્યાયને ભાવકપણે ભોગવે છે. શ્રી અકલંકદેવ તત્ત્વાર્થરાજવાર્તિકમાં આ વાત લીધી છે કે પુદ્ગલ પણ પુદ્ગલને ભોગવે છે. પુદ્ગલમાં પણ ભોક્તા નામની શક્તિ છે. પુદ્ગલ પોતાની પર્યાયને કરે છે અને પોતાની પર્યાયને ભોગવે છે. અહાહા...! જૈનદર્શન બહુ સૂક્ષ્મ છે ભાઈ ! તે સમજવા ઉપાયોગ સૂક્ષ્મ રાખીને ઘણો પ્રયત્ન કરવો જોઈએ. અનંતકાળમાં પોતાની વાસ્તવિક ચીજ શું છે તે લક્ષમાં લીધું નથી એટલે દુર્લભ લાગે પણ અશકય નથી; દુર્લભ તો
છે.
માટી ઘડાની પર્યાયને કરે છે અને માટી ઘડાની પર્યાયને ભોગવે છે. અહીં ઘડાની પર્યાય માટી અંતર્થાપક કહેલ છે એટલે બાહ્યવ્યાપક બીજી ચીજ છે એમ અર્થ નથી. બહારમાં બીજી ચીજ-કુંભાર તો પોતામાં વ્યાપ્યવ્યાપકભાવથી ઘડાની ઉત્પત્તિને અનુકૂળ એવા, ઈચ્છારૂપ અને હસ્તાદિની ક્રિયારૂપ, પોતાના વ્યાપારનેકરે છે અને ઘડા વડે કરેલો પાણીનો જે ઉપયોગ તેનાથી ઉપજેલી તૃપ્તિને ભાવ્યભાવકભાવથી ભોગવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #211
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ આ તો બહુ ગંભીર શાસ્ત્ર છે. સમયસાર જગતનું અજોડ ચક્ષુ છે. તેને સમજવા ધ્યાનથી બહુ અભ્યાસ કરવો જોઈએ. સંસારના ભણતરમાં બી. એ. એમ. એ. આદિ થવામાં કેટલાં વર્ષ મહેનત કરે છે! છતાં એ તો બધું અજ્ઞાન જ છે. અરે ભાઈ ! અનંતવાર એ બધું કર્યું છે. આ તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે વખત લેવો જોઈએ.
કુંભાર ઘડાની ઉત્પત્તિમાં અનુકૂળ એવા ઈચ્છારૂપ અને હસ્તાદિકની ક્રિયારૂપ પોતાના વ્યાપારને કરે છે. અને ઘડાના ઉપયોગથી ઉપજેલી તૃપ્તિને કુંભાર અનુભવે-ભોગવે છે. એવો કુંભાર ઘડાને કરે છે અને ભોગવે છે એવો લોકોનો અનાદિથી રૂઢ વ્યવહાર છે. અંદરમાં માટી ઘડાની પર્યાયને કરે છે અને ઘડાની પર્યાયને ભોગવે છે. બહારમાં કુંભાર પોતાની ઈચ્છા અને યોગના કંપનરૂપ પોતાના કાર્યને વ્યાપ્યવ્યાપકભાવથી કરે છે અને ઘડાના ઉપયોગથી ઉપજેલી તૃતિને પોતે ભોગવે છે. આ દેખીને અજ્ઞાનની એમ લાગે છે કે ઘડાનો કર્તા અને ઘડાનો ભોક્તા કુંભાર છે. આવું માનનાર મિથ્યાષ્ટિ છે.
ઘડાની પર્યાયમાં વ્યાપ્યવ્યાપક અને ભાવ્યભાક પુદ્ગલ છે. આત્મા (કુંભાર) ઘડાને કરે છે અને ભાવ્યભાવકપણે ભોગવે છે એમ છે જ નહિ. આ દષ્ટાંત થયું. હવે સિદ્ધાંત કહે છે. –
“તેવી રીતે, અંદરમાં વ્યાપ્યવ્યાપકભાવથી પુદગલદ્રવ્ય કર્મને કરે છે અને ભાવ્યભાવકભાવથી પુદ્ગલદ્રવ્ય જ કર્મને ભોગવે છે.” જુઓ, પુગલ વ્યાપક અને કર્મ એનું વ્યાપ્ય છે. તેથી જડકર્મને વ્યાપ્યવ્યાકભાવે પુદ્ગલ કરે છે. અને પુદગલદ્રવ્ય જ કર્મને ભોગવે છે. પુગલ પોતે ભાવ્ય એટલે ભોગવવા યોગય કર્મની અવસ્થાને ભાવકપણે ભોગવે છે. પુદ્ગલ દ્રવ્યમાં એવી ભોક્તા શક્તિ છે જેથી પુદગલ કર્મને ભોગવે છે. કર્મની પ્રકૃતિબંધના ચાર પ્રકાર છે. પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ. તત્ત્વાર્થસૂત્રમાં આવે છે -‘વિપાક્કો અનુમવ:' કર્મના વિપાકોના અનુભવ જીવ કરે છે. પણ આ તો વ્યવહારનું નિમિત્તથી કથન છે. ખરેખર કર્મનો અનુભવ જીવ કરતો નથી. કર્મનો વિપાક તો કર્મમાં છે. જીવ તો પોતાના રાગદ્વેષનો અનુભવ કરે છે.
અહીં કહે છે કે વ્યાયવ્યાપકભાવથી પુદગલ કર્મનું કર્તા છે અને ભાવ્યભાવકભાવથી પુગલ જડકર્મનું ભોક્તા છે “તોપણ, બહારમાં, વ્યાપ્યાપકભાવથી અજ્ઞાનને લીધુ પુગલકર્મના સંભવને અનુકૂળ એવા પોતાના રાગાદિક પરિણામને કરતો અને પુગકર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની જે નિકટતા તેનાથી ઊપજેલી પોતાની સુખદુ:ખરૂપ પરિણતિને ભાવ્યભાવકભાવ વડ અનુભવતો-ભોગવતો એવો જીવ પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે એવો અજ્ઞાનીઓનો સંસારથી પ્રસિદ્ધ વ્યવહારછે.”
બહારમાં જીવ અજ્ઞાના કારણે વ્યાપ્યવ્યાપકભાવથી પોતાના રાગાદિક પરિણામને કરે છે, અને વિષયોની નિકટતાથી ઊપજેલી પોતાની સુખદુઃખરૂપ પરિણતિને ભાવ્યભાવક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #212
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૪ ]
[ ૨૦૧ ભાવથી જીવ ભોગવે છે. જેમ ઘડાની અવસ્થામાં કુંભારનો રાગ વ્યાપક છે એમ નથી તેમ પુદ્ગલકર્મની અવસ્થામાં જીવનો રાગ વ્યાપક થઈને પુદ્ગલકર્મ કરે છે એમ નથી. પુદ્ગલદ્રવ્ય જ વ્યાયવ્યાપકપણે કર્મ કરે છે અને પુદગલદ્રવ્ય જ ભાવ્યભાવકભાવથી જડ કર્મને ભોગવે છે. જે કાળે જડકર્મનો પુદ્ગલકર્તા અને ભોક્તા થાય છે તે કાળમાં જીવ તેને અનુકૂળ રાગ-દ્વેષ કરે છે. નિમિત્તને અનુકૂળ કહેવામાં આવે છે, અને સામેની ચીજ ઉપાદાનને અનુરૂપ કહેવામાં આવે છે. ગાથા ૮૬માં અનુકૂળ અને અનુરૂપની વાત આવે છે. નૈમિત્તિકને અનુરૂપ કહે છે. કર્મ પોતાથી બંધાય છે તેમાં અજ્ઞાનીના રાગ-દ્વેષ અનુકુળ છે એટલે નિમિત્ત છે.
આ તો સિદ્ધાંતની ભાષા છે. થોડા શબ્દોમાં ગંભીર ભાવો ભર્યા છે. જડકર્મ પોતામાં પોતાના કારણે વ્યાપ્યવ્યાપકપણે એટલે કર્તાકર્મપણે પરિણમે છે. તેમાં જીવના વિકારી પરિણામ અનુકૂળ નિમિત્ત છે. તેમ જડકર્મ પોતામાં ભાવ્યભાવકપણે પોતાને ભોગવે છે. ત્યાં જીવના વિકારી પરિણામ અનુકૂળ નિમિત્ત છે. કર્તા-ભોક્તાપણે પુલકર્મની અવસ્થા તો પોતે પોતાથી થઈ છે તે કાળે જીવના રાગાદિ પરિણામ અનુકૂળ નિમિત્ત છે. નિમિત્ત છે તો પુગલકર્મની પર્યાય થઈ છે એમ નથી. આવી વસ્તુ છે, ભાઈ ! થોડો ન્યાય ફરે તો આખી વસ્તુ ફરી જાય. જેમ કોઈ નદીના કાંઠે ઊભો રહીને પાણીને જુએ તેમ પુદગલમાં જ્યારે કાર્ય થાય છે ત્યારે નજીકમાં કાંઠે રહેલી જે ભિન્ન ચીજ છે તેને એનું નિમિત્ત કહેવામાં આવે છે. આવી સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિમાં આવેલી આ વાત છે.
પ્રથમ માટીનું દષ્ટાંત આપીને સિદ્ધાંત સમજાવ્યો છે. કર્મની જ્ઞાનાવરણરૂપ જે અવસ્થા થાય તેમાં પરમાણુ પોતે અંતર્થાપક થઈને વ્યાપ્ય કર્મની પર્યાયને કરે છે, તેમાં જીવનો રાગ નિમિત્ત છે. તેમ વિપાકને પ્રાપ્ત થયેલી તે કર્મની પર્યાય છૂટી જાય છે ત્યાં પુગલ તે કર્મની પર્યાયને ભોગવે છે. કર્મની અવસ્થા ભાવ્ય અને પુદ્ગલ તેનું ભાવક છે; અને તેમાં અજ્ઞાનીનો રાગ તેને અનુકૂળ નિમિત્ત છે. તે રાગને કરતો અને વિષયોની નિકટતાથી ઊપજેલી પોતાની સુખદુ:ખરૂપ પરિણતિને ભોગવતો (અજ્ઞાની) જીવ પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે એવો અજ્ઞાનીઓનો અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર છે, અને તે જૂઠો વ્યવહાર છે.
જાઓ, અજ્ઞાની ભાવ્યભાવકભાવથી વિષયોની નિકટતાથી ઊપજેલી પોતાની સુખદુ:ખરૂપ પરિણતિને ભોગવે છે પણ વિષયોને ભોગવતો નથી. સ્ત્રીના શરીરને, દાળભાત-લાડુને કે મોસંબી ના રસને તે ભોગવતો નથી. સ્ત્રી, શરીર, કુટુંબ, ધનસંપત્તિ ઈત્યાદિ જે નિકટ આવ્યાં છે તેમાં લક્ષ કરીને અજ્ઞાની પોતાના હરખશોકના પરિણામને ભાવ્યભાવકપણે ભોગવે છે પણ તે પર પદાર્થોને ભોગવતો નથી. વીંછીના ડંખને તે ભોગવતો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #213
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ નથી પણ તે ડંખ –સમયે જે વૈષ ના વિકારી પરિણામ થાય તેને તે ભોગવે છે. કર્મવિપાકને અનુકૂળ જે જે કલ્પના થાય તેને તે અનુભવે છે. અનુકૂળનો અર્થ નિમિત્ત છે, પણ નિમિત્ત કર્તા નથી. ઈબ્દોપદેશ ગાથા રૂપ માં આવે છે કે કાર્યની ઉત્પત્તિમાં જે અનુકૂળ નિમિત્ત હોય છે તે બધાં ધર્માસ્તિકાયવત્ ઉદાસીન નિમિત્ત છે. પ્રેરક નિમિત્ત હો કે ઉદાસીન. કાર્યની ઉત્પત્તિમાં તે ઉદાસીન નિમિત્ત જ છે. પરને નિકટ દેખીને હું પરને ભોગવું છું એવી માન્યતા અજ્ઞાન છે, મિથ્યાત્વ છે.
આવી પરમ સત્ય વાત બહાર આવી છે. કોઈ ન માને તો ન માનો, વા આ તો નિશ્ચય છે એમ કહી નિંદા કરે તો કરો; પણ માર્ગ તો આજ છે ભાઈ ! નિયમસારમાં (ગાથા ૧૮૬માં) આવે છે કે લોકોત્તર એવો જિનેશ્વરભગવાનનો માર્ગ જેને ન બેસે તે સ્વરૂપવિકળ લોકો માર્ગની નિંદા કરે તો તું માર્ગની અભક્તિ કરીશ નહી; ભક્તિ જ કરજે.
એક છોકરો હતો. એક બીજા છોકરાએ તેને થપાટ મારી. ત્યારે ત્યાંથી પસાર થતા કોઈ સજ્જન પુરુષે તેને ઠપકો આપ્યો. તો તે બીજો છોકરો કહેવા લાગ્યો. – “શાસ્ત્રમાં તો એમ આવે છે કે કોઈ કોઈને મારી શકતું નથી.” અરે ભાઈ ! આવા કુતર્ક ન શોભે. મારવાનો જે ભાવ ( ક્રોધનો) થયો તે આત્માનું કાર્ય છે અને તે આત્માની પોતાની હિંસાનો જ ભાવ છે. પરદ્રવ્યોનો આત્મા કર્તા-ભોક્તા નથી પણ પોતાના રાગદ્વેષ પરિણામોનો તો અજ્ઞાની અવશ્ય કર્તા-ભોક્તા છે.
* ગાથા ૮૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * પુદ્ગલકર્મને પરમાર્થ પુદગલદ્રવ્ય જ કરે છે; જીવ તો પુગલકર્મની ઉત્પત્તિને અનુકૂળ એવા પોતાના રાગાદિક પરિણામોને કરે છે.”
જુઓ, પુગલકર્મ છે તે પર્યાય છે અને તેને પુદ્ગલદ્રવ્ય જ કરે છે, જીવ નહિ, જીવ તો પુદ્ગલકર્મની ઉત્પત્તિને અનુકૂળ એવા પોતાના રાગ-દ્વેષના પરિણામને કરે છે. કર્મનો બંધ થાય એમાં જીવના રાગાદિ પરિણામ નિમિત્ત છે; પણ એનાથી પુગલકર્મની પર્યાય થાય છે એમ નથી. લ્યો, અહીં તો નિમિત્તથી થતું નથી એમ સ્પષ્ટ કહ્યું છે.
“વળી પુદ્ગલ દ્રવ્ય જ પુદ્ગલકર્મને ભોગવે છે; જીવ તો પુદ્ગલકર્મના નિમિત્તથી થતા પોતાના રાગાદિક પરિણામોને ભોગવે છે. અહીં એમ કહ્યું કે પુદ્ગલકર્મના નિમિત્તથી થતા પોતાના પરિણામોને જીવ ભોગવે છે. જીવ પોતાના વિકારી પરિણામને કરે છે અને તે પરિણામ ભોગવે છે. જીવ કર્મને ભોગવે છે એમ છે જ નહિ પુદગલદ્રવ્ય જ પુદ્ગલકર્મને ભોગવે છે.
પરંતુ જીવ અને પુદ્ગલનો આવો નિમિત્તનૈમિત્તિકભાવ દેખીને અજ્ઞાનીને એવો ભ્રમ છે કે પુદ્ગલકર્મને જીવ કરે છે અને ભોગવે છે” હું રાગદ્વેષ કરું છું તો પુગલ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #214
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૪ ]
[ ૨૦૩ કર્મનો બંધ થાય છે એમ અજ્ઞાની ભ્રમથી માને છે મેં રાગદ્વેષ કર્યો તેથી કર્મને બંધાવું પડયું એમ અજ્ઞાની માને છે. પણ એમ છે નહિ. તે સમયે કર્મની પર્યાય જે થવા યોગ્ય હતી તે પુદ્ગલથી થઈ છે. તેની ઉત્પત્તિની તે જન્મક્ષણ છે. રાગ કર્યો માટે ચારિત્રમોહનો બંધ થયો એમ છે જ નહિ. કર્મનું પરિણમન પોતાથી સ્વકાળે સ્વતંત્ર થયું છે. આમ વસ્તુસ્થિતિ છે. છતાં જીવ પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે. એવો અજ્ઞાનીનો અનાદિકાળથી પ્રસિદ્ધ વ્યવહાર છે.
“પરમાર્થે જીવ-પુદ્ગલની પ્રવૃત્તિ ભિન્ન હોવા છતાં, જ્યાં સુધી ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી બહારથી તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય છે.' રાગના નિમિત્તે કર્મબંધન થયું ત્યાં નિમિત્તને દેખનારાઓને પોતાથી પરમાં કાર્ય થયું એમ દેખાય છે, અજ્ઞાનીને જીવ-પુદ્ગલનું ભેદજ્ઞાન નહિ હોવાથી, બન્નેની ભિન્નતા નહિ ભાસી હોવાથી ઉપલક “દષ્ટિએ જેવું દેખાય તેવું માની લે છેતેથી તે એમ માને છે કે જીવ પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે.
શ્રી ગુરુ ભેદજ્ઞાન કરાવી, પરમાર્થ જીવનું સ્વરૂપ બતાવીને, અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહાર કહે છે.... કર્મની પર્યાયને આત્મા કરતો નથી અને કર્મની પર્યાય વિકાર ઉત્પન્ન કરતી નથી. - આવું સમજાવવાનું પ્રયોજન પરથી સ્વનું ભેદજ્ઞાન કરાવવાનું છે. અહા ! જડકર્મનો કર્તા તો આત્મા નથી પણ એ સમયે જે રાગ થાય છે તે રાગનો કર્તા નિશ્ચયે આત્મા નથી.
શ્રી ગુરુ ભેદજ્ઞાન કરાવે છે એટલે ભેદજ્ઞાન કરવાનો ઉપદેશ આપે છે. કરાવે કોણ? અને ઉપદેશ આપે છે એમ કહેવું એ પણ વ્યવહારનું વચન છે. વાણીના કાળે વાણી થાય છે. વાણીની ઉત્પત્તિની તે જન્મક્ષણ છે. તેથી વાણી ઉત્પન્ન થઈ છે. વિકલ્પ થયો કે હું બોલું તેથી ભાષાની પર્યાય થઈ છે એમ નથી. શ્રી ગુરુ ભેદજ્ઞાન કરાવવા સમજાવે છે કે ભાઈ ! રાગ તારું કર્તવ્ય નથી. રાગનું કર્તવ્ય માને ત્યાં સુધી અજ્ઞાન છે. રાગના નિમિત્તે કર્મ બંધાય ત્યાં તે કાળે પુદ્ગલમાં કર્મપર્યાય થવાનો કાળ છે તેથી કર્મબંધની દશા થઈ છે, તારા કારણે થઈ નથી. તે રાગ કર્યો માટે ત્યાં કર્મબંધન થયું એમ માને એ મિથ્યાત્વ છે.
અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહાર કહે છે. હવે અજ્ઞાનીના આ વ્યવહારને દૂષણ દે છે. હું પરનો કર્તા-ભોક્તા છું એવો અજ્ઞાનીનો જે વ્યવહાર છે તે સદોષ છે. મિથ્યાત્વસહિત છે એમ કહે છે.
પ્રશ્ન:- અજ્ઞાનીને તો વ્યવહાર હોતો નથી ?
ઉત્તર:- હા, જ્ઞાની કે જેને નિજ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માનું ભાન થયું છે તેને સહચરપણે જે રાગ હોય છે તેને વ્યવહાર કહેવામાં આવે છે. પણ એ વાત અહીં નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #215
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ અહીં તો અજ્ઞાનીના રાગને વ્યવહાર કહ્યો છે. એનો અર્થ એમ છે કે અજ્ઞાની અનાદિથી રૂઢપણે હું પરદ્રવ્યનો કર્તા-ભોક્તા છું એવી વિપરીત માન્યતા સહિત જે એની રાગાદિ પ્રવૃત્તિ છે તેને અજ્ઞાનીઓનો અહીં પ્રસિદ્ધ વ્યવહાર છે એમ કહ્યું છે. અહા ! જે રાગ થયો તે પોતાની જીવની પર્યાય છે અને તેના નિમિત્તે જે કર્મબંધન થયું તે જડ પુદ્ગલની પર્યાય છે. આમ હોવા છતાં અનાદિ સંસારથી અજ્ઞાનીઓ ભ્રમથી માને છે કે મને રાગ થયો તો કર્મબંધન થયું. આવા વિપરીત અજ્ઞાનમય વિકલ્પને અહીં અજ્ઞાનીનો પ્રસિદ્ધ વ્યવહાર કહ્યો છે.
[ પ્રવચન નં. ૧૪૩, ૧૪૪ * દિનાંક ૧-૮-૭૬ થી ૨-૮-૭૬ ]
8 8 8
@ @ @
@
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #216
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૮૫
अथैनं दूषयति
जदि पोग्गलकम्ममिणं कुव्वदि तं चेव वेदयदि आदा । दोकिरियावदिरित्तो पसज्जदे सो जिणावमदं ।। ८५ ।।
यदि पुद्गलकर्मेदं करोति तच्चैव वेदयते आत्मा । द्विक्रियाव्यतिरिक्तः प्रसजति स जिनावमतम् ।। ८५ ।।
હવે આ વ્યવહા૨ને દૂષણ દે છેઃ
પુદ્ગલક૨મ જીવ જો કરે, એને જ જો જીવ ભોગવે, જિનને અસંમત દ્વિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે. ૮૫.
ગાથાર્થ:- [ વિ] જો [આત્મા] આત્મા [વું] આ [પુર્વીનર્મ] પુદ્દગલકર્મને [ોતિ] કરે [૬] અને [તવ્ વ] તેને જ [વેવયતે] ભોગવે તો [સ: ] તે આત્મા [દ્ધિયિાવ્યતિરિક્ત્ત: ] બે ક્રિયાથી અભિન્ન [પ્રસન્નતિ] ઠરે એવો પ્રસંગ આવે છે– [નિનાવમત ] જે જિનદેવને સંમત નથી.
ટીકા:- પ્રથમ તો, જગતમાં જે ક્રિયા છે તે બધીયે પરિણામસ્વરૂપ હોવાથી ખરેખર પરિણામથી ભિન્ન નથી (-પરિણામ જ છે ); પરિણામ પણ પરિણામીથી (દ્રવ્યથી ) ભિન્ન નથી કારણ કે પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે (જાદી જાદી બે વસ્તુ નથી). માટે (એમ સિદ્ધ થયું કે) જે કોઈ ક્રિયા છે તે બધીયે ક્રિયાવાનથી (દ્રવ્યથી ) ભિન્ન નથી. આમ, વસ્તુસ્થિતિથી જ ( અર્થાત્ વસ્તુની એવી જ મર્યાદા હોવાને લીધે) ક્રિયા અને કર્તાનું અભિન્નપણું ( સદાય ) તપતું હોવાથી, જીવ જેમ વ્યાપ્યવ્યાપકભાવથી પોતાના પરિણામને કરે છે અને ભાવ્યભાવકભાવથી તેને જ અનુભવે-ભોગવે છે તેમ જો વ્યાખવ્યાપકભાવથી પુદ્દગલકર્મને પણ કરે અને ભાવ્યભાવકભાવથી તેને જ ભોગવે તો તે જીવ, પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતાં સ્વ-૫૨નો પરસ્પર વિભાગ અસ્ત થઈ જવાથી (નાશ પામવાથી), અનેદ્રવ્યસ્વરૂપ એક આત્માને અનુભવતો થકો મિથ્યાદષ્ટિપણાને લીધે સર્વજ્ઞના મતની બહાર છે.
ભાવાર્થ:- બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જડની ક્રિયા ચેતન કરતું નથી, ચેતનની ક્રિયા જડ કરતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યાદષ્ટિ છે, કારણ કે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું તે જિનનો મત નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #217
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ સમયસાર ગાથા ૮૫: મથાળું હવે આ વ્યવહારને દૂષણ દે છે.
* ગાથા ૮૫: ટીકા ઉપરનું પ્રવચન * પ્રથમ તો, જગતમાં જે ક્રિયા છે તે બધીય પરિણામસ્વરૂપ હોવાથી ખરેખર પરિણામથી ભિન્ન નથી (-પરિણામ જ છે)'
અહીં ક્રિયા એમ કેમ કહ્યું? પરિણામ ન કહેતાં ક્રિયા કહેવાનો આશય એમ છે કે વસ્તુમાં સહજપણે પલટતી અવસ્થા-પરિણામ હોય છે, તે પલટતી અવસ્થા-પર્યાયને ક્રિયા કહેવામાં આવે છે. કહ્યું છે ને કે
કર્તા પરિનામી દરવ, કરમરૂપ પરિનામ,
કિરિયા પરજયકી ફિરની, વસ્તુ એક ત્રય નામ.” પ્રશ્ન:- પલટતી અવસ્થામાં એક મટીને બીજી અવસ્થા થઈ ત્યાં નિમિત્ત છે તો બીજી અવસ્થા થઈને?
ઉત્તર:- ના, એમ નથી. ક્રિયા કહેતાં પરિણામનું પલટવું વસ્તુનું સ્વરૂપ છે. એક અવસ્થા બદલીને બીજી થાય છે ત્યાં લોકોને ભ્રમથી એમ લાગે છે કે નિમિત્ત આવ્યું માટે અવસ્થા બદલીને બીજી અવસ્થા થઈ છે; પરંતુ એમ છે જ નહિ. અહીં કહ્યું ને કે –પ્રથમ તો જગતમાં જે ક્રિયા છે તે પરિણામસ્વરૂપ છે અને તે પરિણામ જ છે. જડ અને ચેતનની પલટતી અવસ્થારૂપ જે ક્રિયા છે તે બધી પરિણામસ્વરૂપ છે.
ભાઈ ! આ તો તત્ત્વજ્ઞાનની મૂળ પ્રયોજનભૂત વાત છે. બીજી વાતને જાણો કે ન જાણો, પણ આ પ્રયોજનભૂત તત્ત્વની વાત તો અવશ્ય જાણવી જોઈએ. કહે છે કે –જે ક્રિયા છે તે પરિણામ સ્વરૂપ છે અને તે પરિણામ જ છે. પલટતી ક્રિયા તે દ્રવ્યનું કર્મ એટલે કાર્ય છે. પરિણામ કહો, કર્મ કહો, કાર્ય કહો કે વ્યાપ્ય કહો- એ બધું એક જ છે. વાસ્તવમાં પરિણામસ્વરૂપ ક્રિયા પરિણામથી ભિન્ન નથી. આ શરીરના હાલવાચાલવાની બદલતી અવસ્થારૂપ જે ક્રિયા થઈ તે શું આત્માએ વિકલ્પ કર્યો માટે ત્યાં શરીરમાં ક્રિયા થઈ ? તો કહે છે કે ના, એમ નથી. એ પલટવારૂપ ક્રિયા પોતાના (દ્રવ્યના) પરિણામસ્વરૂપ છે. અહાહા...! આ આંગળીની હલવાની જે ક્રિયા થઈ તે ક્યિા પોતાના પરિણામસ્વરૂપ છે. અહીં ક્રિયા અને પરિણામ ભિન્ન નથી એમ બતાવ્યું છે.
વળી, “પરિણામ પણ પરિણામીથી (દ્રવ્યથી) ભિન્ન નથી કારણ કે પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે.” જુઓ, જડ અને ચેતનમાં જે ક્રિયા છે તે બધીય પરિણામસ્વરૂપ છે અને તે પરિણામથી ભિન્ન નથી; અને તે પરિણામ પરિણામીથી ભિન્ન નથી, પરિણામી જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #218
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૫ ]
[ ૨૦૭ પ્રશ્ન:- પરિણામ પરિણામીથી ભિન્ન છે એમ આવે છે ને?
ઉત્તર- હા, પણ એ વાત અહીં નથી. અહીં તો પરથી ભિન્ન પાડવાની વાત છે. સમયસાર ગાથા ૩ર૦ની ટીકામાં અને પરમાત્મપ્રકાશ ગાથા ૬૮માં જે એમ કહ્યું છે કે આત્મા મોક્ષપરિણામનો કર્તા નથી એ તો ત્યાં ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વરૂપની દૃષ્ટિ કરાવવાની અપેક્ષાથી પરિણામ અને પરિણામીને ભિન્ન કહ્યા છે. જ્યારે અહીં પરથી ભિન્ન અને પોતાના દ્રવ્ય-પર્યાયથી અભિન્ન વસ્તુ છે એમ સિદ્ધ કરવું છે. તેથી કહે છે -ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામથી ભિન્ન નથી અને પરિણામ પણ પરિણામીથી ભિન્ન નથી. પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે, બે જુદી જુદી વસ્તુ નથી. પરિણામ પરિણામીએ કર્યા છે, કોઇ પરવસ્તુ એનો કર્તા છે એમ નથી આ વસ્તુસ્થિતિ અહીં સિદ્ધ કરી છે.
પ્રવચનસારમાં (ગાથા ૯૬માં) એમ કહ્યું છે કે-ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દ્રવ્યના કર્તા, કરણ અને અધિકરણ છે. દ્રવ્ય છે તે ઉત્પાદ-વ્યયનું કર્તા છે એમ વાત તો આવે છે પણ ત્યાં તો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દ્રવ્યના કર્તા અને દ્રવ્ય કાર્ય છે એમ કહ્યું છે. એ તો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે દ્રવ્યના અસ્તિત્વની સિદ્ધિ કરવાની ત્યાં વાત છે. ભાઈ ! જે અપેક્ષાથી જ્યાં જે વાત હોય તે અપેક્ષાથી ત્યાં યથાર્થ સમજવું જોઈએ.
અહીં પરિણામ અને પરિણામી ભિન્ન નથી એમ સિદ્ધ કરવું છે. અહીં પરિણામ પરથી ભિન્ન છે અને પરથી પરિણામ થતાં નથી એ વાત સિદ્ધ કરવા માગે છે. ક્રિયા પરિણામથી ભિન્ન નથી અને પરિણામ પરિણામીથી ભિન્ન નથી. જુઓ, માટીના પિંડમાંથી જે ઘડો થયો તે ક્રિયા થઈ. તે ક્રિયા પરિણામસ્વરૂપ છે, માટીના કર્મસ્વરૂપ એટલે કે કાર્યસ્વરૂપ છે. એ ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામ જ છે. અને તે ઘડારૂપ પરિણામ (પરિણામીથી) માટીથી અભિન્ન છે. તથાપિ તે ઘડારૂપ પરિણામ કુંભારથી ભિન્ન છે. કુંભારથી ઘડો થયો છે એમ છે જ નહિ. તેવી રીતે ચોખા જે પાકે છે તે પાણીથી પાકે છે એમ નથી. ચોખા પાકવાની જે અવસ્થા થઈ તે પલટતી ક્રિયા છે. તે ક્રિયા પરિણામસ્વરૂપ છે અને પરિણામ છે તે પરિણામી દ્રવ્યથી અભિન્ન છે. માટે ચોખા પાકવાના પરિણામનું કર્તા (ચોખાનું) દ્રવ્ય છે, પાણી નહિ. ભાઈ ! આ તો અધ્યાત્મનું કોઈ અલૌકિક લોજીક છે!
પ્રશ્ન:- પાણી અગ્નિથી ઉનું થતું દેખાય છે ને?
ઉત્તર- એમ નથી; અગ્નિથી પાણી ઉનું થયું નથી. પાણીની પર્યાય પહેલાં શીતરૂપ હતી તે પલટીને ગરમ થઈ. તે ક્રિયા પરિણામસ્વરૂપ છે અને પરિણામથી અભિન્ન જ છે. વળી તે પરિણામ પણ પરિણામીથી ભિન્ન નથી; પણ અગ્નિથી ભિન્ન જ છે. માટે અગ્નિથી પાણી ઉનું થયું છે એમ છે જ નહિ.
વિશ્વમાં અનંત દ્રવ્યો છે. તે અનંત અનંતપણે કયારે રહે? પોતાના પરિણામને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #219
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ પોતે ઉપજાવે તો અનંત અનંતપણે રહી શકે. પરથી ઉપજે તો બધો ખીચડો થઈ જાય અને અનંત અનંતપણે ન રહે.
પ્રશ્ન:- તો શું અગ્નિ વિના પાણી ઉનું થયું છે?
ઉત્તર:- હા, અગ્નિ વિના પાણી ઉનું થયું છે, કેમકે અગ્નિની પર્યાય અને પાણીની પર્યાય વચ્ચે અન્યોન્યાભાવ છે. જેમ બે દ્રવ્યો-જડ અને ચેતન દ્રવ્યો વચ્ચે અત્યતાભાવ છે તેમ પરમાણુ, પરમાણુની પર્યાય વચ્ચે અન્યોન્યાભાવ છે. બાપુ! આ તો ધર્મની અતિ સૂક્ષ્મ વાત છે. એને સમજવા બુદ્ધિને સૂક્ષ્મ કરવી જોઈએ.
કહ્યું છે ને કેહું કરું, હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે.”
જેમ ભરેલું ગાડું ચાલ્યું જતું હોય ત્યાં એની નીચે ચાલતા કુતરાનું માથું ઉપર ગાડાને અડકે એટલે કુતરું માની લે કે ગાડાનો ભાર હું ખેંચું છું. તેમ દુકાને બેસી માલની લે-વેચના વિકલ્પ કરે ત્યાં માને કે આ વેપારની બધી ક્રિયા મારાથી થાય છે. તે અજ્ઞાની પણ આ કુતરાના જેવી મિથ્યા કલ્પના કરે છે.
પ્રશ્ન- હા, પણ ગાડુ બળદથી તો ચાલે છે ને?
ઉત્તર:- ના, ગાડુ બળદથી ચાલતું નથી પણ તે પોતાથી ચાલે છે. એક એક રજકણ પોતાની પર્યાયથી સ્વતંત્ર ગતિ કરે છે. પરના કારણે ગતિ થતી નથી.
પ્રશ્ન- મોટર પેટ્રોલથી ચાલે છે એ તો દેખીતું સત્ય છે ને?
ઉત્તર:- ના, મોટર પેટ્રોલથી ચાલે છે એમ બીલકુલ નથી. મોટરનો એક એક પરમાણુ પોતાની ક્રિયાવર્તી શક્તિથી સ્વતંત્ર ગતિ કરે છે. ભાઈ ! આવા શુદ્ધ નિર્ભેળ તત્વની ખબર વિના કોઈ બહારથી વ્રત –પડિમા લઈ લે અને તેથી ધર્મ થશે એમ માને પણ એથી તો મિથ્યાત્વ થાય છે. આવી વાત છે.
પ્રશ્ન:- મોટર ચાલે એને લઈને અંદરના મુસાફરની ગતિ થાય છે એ તો બરાબર છે ને ?
ઉત્તર- ના, એમ નથી. મોટરની ગતિ મોટરના કારણે થાય છે અને મુસાફરની ગતિ મુસાફરના પોતાના કારણે થાય છે. કોઈનાથી કોઈની ગતિ છે એમ છે જ નહિ. સમજાય છે કાંઈ ?
હા, સમજાય તો છે પણ અંદર વાત બેસતી નથી.
સમજીને બેસાડે તો બેસે એમ છે. દરેક પરમાણુ અને દરેક જીવની અવસ્થા પ્રથમ હતી તે પલટીને બીજી થઈ તે ક્રિયા છે. તે ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #220
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૫ ]
[ ૨૦૯
ભિન્ન નથી અને પરિણામ પરિણામીથી ભિન્ન નથી માટે તે પરિણામ બીજાથી થયા છે એમ બીલકુલ નથી. તે તે પરિણામ પોતાના પરિણામી દ્રવ્યથી જ થયા છે.
મોક્ષમાર્ગના પરિણામનું દ્રવ્ય કર્તા નથી એમ જે કહ્યું છે એ બીજી વાત છે. ત્યાં સામાન્ય ધ્રુવ નિત્ય એકરૂપ વસ્તુ પર્યાયમાં આવતી નથી એ અપેક્ષાએ વાત છે. અને અહીં તો તે તે પર્યાય દ્રવ્યની છે, ૫૨ની નથી એમ સિદ્ધ કરવું છે. પરિણામ કહો કે પર્યાય કહોએક જ વાત છે. પરિણામ પરિણામી દ્રવ્યના છે, ૫૨-નિમિત્તના નથી અને નિમિત્તને લઈને થયા નથી–એમ અહીં કહેવા માગે છે. જુઓ, આટામાંથી કણેક બદલાઈને રોટલી થાય છે તે ક્રિયા છે. તે ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામ જ છે. રોટલી પરિણામ જ છે. અને રોટલીરૂપ પરિણામ પરિણામીથી (આટાના ૫૨માણુથી ) ભિન્ન નથી. માટે પરથી એટલે કે બાઈથી કે વેલણ વગેરેથી રોટલી થઈ છે એ વાત રહેતી નથી.
આ આગમમંદિરના આરસમાં અક્ષરો કોતરવાનું મશીન પરદેશથી આવ્યું તે તેની પરિણામસ્વરૂપ ક્રિયા થઈ. તે ક્રિયા પરિણામથી ભિન્ન નથી અને પરિણામ પરિણામીથી ભિન્ન નથી. માટે મશીન બીજાને લઈને અહીં આવ્યું એમ છે જ નહિ.
પ્રશ્ન:- પરંતુ બીજો એમાં નિમિત્ત તો છે ને ?
ઉત્તર:- ભાઈ! આ નિમિત્તની જ વાત ચાલે છે કે જે ક્રિયા થઈ તે નિમિત્તથી થઈ નથી; ત્યારે તો એને નિમિત્ત કહેવામાં આવે છે.
પ્રશ્ન:- મહેનત કરી ત્યારે મશીન અહીં આવ્યું ને ?
ઉત્ત૨:- મહેનત એટલે વિકલ્પ કર્યો. એ વિકલ્પ પહેલાં ન હતો અને થયો તે ક્રિયા થઈ. એ ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામથી એટલે વિકલ્પથી ભિન્ન નથી. અને તે પરિણામ-વિકલ્પ પરિણામી દ્રવ્યથી ભિન્ન નથી. તેથી તે વિકલ્પનું કર્તા જીવ દ્રવ્ય છે, પણ મશીનના પરિણમનનો કર્તા જીવ નથી. (મશીનને લઈને વિકલ્પ નથી અને વિકલ્પને લઈને મશીનના પરિણામ નથી ).
ભાઈ ! નવતત્ત્વની શ્રદ્ધા થઈ કયારે કહેવાય? અજીવની પર્યાય અજીવના દ્રવ્ય-ગુણથી થાય છે, ૫૨થી નહિ એમ નિશ્ચિંત થાય ત્યારે અજીવની શ્રદ્ધા થઈ કહેવાય. આ તો વ્યવહાર શ્રદ્ધા છે. નિશ્ચય શ્રદ્ધા તો જ્યારે પરિણામ નિજ આત્મદ્રવ્યસન્મુખ થઈને ત્રિકાળી દ્રવ્યસ્વભાવની પ્રતીતિ કરે ત્યારે પ્રગટ થાય છે અને તે સમ્યગ્દર્શન છે. ત્યાં મિથ્યાત્વ પલટીને જે સમ્યગ્દર્શનની પર્યાય થઈ તે ક્રિયા છે. તે ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામ જ છે, અને પરિણામ પરિણામી દ્રવ્યથી અભિન્ન છે. માટે સમ્યગ્દર્શનનો કર્તા જીવ છે. દર્શનમોહનો અભાવ થયો માટે સમ્યગ્દર્શન પ્રગટ થયું એમ છે જ નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #221
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ ઘાતકર્મનો ક્ષય થતાં કર્મરૂપ દશા અકર્મરૂપ થઈ તે કારણથી અહીં જીવને કેવળજ્ઞાન પ્રગટ થયું છે એમ નથી. ચાર જ્ઞાનની પર્યાય પલટીને કેવળજ્ઞાન થયું તે ક્રિયા છે. તે ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામથી ભિન્ન નથી અને પરિણામ એટલે કેવળજ્ઞાન પરિણામી એટલે આત્માથી ભિન્ન નથી. તેથી કેવળજ્ઞાન આત્માનું કાર્ય છે. ઘાતકર્મનો ક્ષય થયો કે વજવૃષભનારા સહુનન અને મનુષ્યપર્યાય હતી માટે કેવળજ્ઞાન પ્રગટ થયું એમ છે જ નહિ.
પ્રશ્ન- દિવ્યધ્વનિથી આ જ્ઞાન થયું છે કે નહિ?
ઉત્તર:- ના, દિવ્યધ્વનિથી જ્ઞાન થયું છે એમ નથી. જ્ઞાન પોતાથી થયું છે. દિવ્યધ્વનિને વેદ કહે છે. પંચાસ્તિકાય અને પરમાત્મપ્રકાશમાં તેને વેદ કહેલ છે. વેદ અને શાસ્ત્ર બે શબ્દો કહ્યા છે. વેદનો અર્થ દિવ્યધ્વનિ કર્યો છે અને શાસ્ત્રનો અર્થ મહામુનિઓની વાણી કરેલો છે.
ત્યાં બે શબ્દો લઈને કહ્યું છે કે દિવ્યધ્વનિથી અને મહામુનિઓના શાસ્ત્રથી જ્ઞાન થતું નથી કેમકે જ્ઞાનની અવસ્થા થઈ તે પ્રથમ ન હતી તે પ્રગટ થઈ છે. તે અવસ્થા પલટીને થઈ તેથી ક્રિયા છે. ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામથી ભિન્ન નથી. અને તે પરિણામ પરિણામી દ્રવ્યથી ભિન્ન નથી. આમ જ્ઞાન પોતાથી થયું છે, દિવ્યધ્વનિથી નહિ. (દિવ્યધ્વનિ તો પુદ્ગલની પર્યાય છે).
દર્શનપાહુડમાં આવે છે કે-હે સકર્ણા! સમ્યગ્દર્શન વિનાનો જીવ વંદન યોગ્ય નથી. એટલે જેની શ્રદ્ધામાં ભૂલ છે, અને હું રાગનો કર્તા છું, દેહાદિ પરદ્રવ્યની ક્રિયા કરી શકું છું, દેશ, કુટુંબ આદિને સુધારી શકું છું અને દેશસેવા એ ધર્મ છે- એમ જેની માન્યતા છે તે સમ્યગ્દર્શનથી રહિત છે. આવા સમ્યગ્દર્શનથી રહિત અજ્ઞાની વંદન કરવા લાયક નથી કેમકે ‘વંસળમૂનોઈમ્પો' ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. ‘ચરિતમ્ નુ ઘો' ચારિત્ર સાક્ષાત્ ધર્મ છે, પરંતુ જેમ મૂળ વિના વૃક્ષ હોતું નથી તેમ સમ્યગ્દર્શન વિના ચારિત્ર હોતું નથી, તેથી કોઈએ દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય અને પંચમહાવ્રતાદિનું પાલન કરતો હોય, પરંતુ પંચમહાવ્રતની ક્રિયા હું કરી શકું છું, એ મારું કર્તવ્ય છે અને એનાથી મને લાભ (ધર્મ) છે એમ જો તે માનતો હોય તો તે સમ્યગ્દર્શન રહિત મિથ્યાષ્ટિ છે અને તે વંદન યોગ્ય નથી એમ ભગવાને શિષ્યોને ઉપદેશમાં કહ્યું છે. બહુ આકરી વાત, ભાઈ ! પણ આ યથાર્થ અને સત્ય વાત છે.
સૂત્રપાહુડ ગાથા ૧૦માં કહ્યું છે- “વસ્ત્ર રહિત દિગંબર મુદ્રાસ્વરૂપ અને પાણિપાત્ર એટલે હાથરૂપી પાત્રમાં ઊભા રહીને આહાર કરવો આવો એક અદ્વિતીય મોક્ષમાર્ગ તીર્થકર પરમદેવ જિનેન્દ્રદેવે કહ્યો છે. આ સિવાય બીજા બધા અમાર્ગ છે.” મોક્ષમાર્ગ પ્રકાશકના પાંચમાં અધિકારમાં પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ દિગંબરમત સિવાયના બીજા સર્વને અન્યમત કહ્યા છે. તે બધા ઉન્માર્ગ છે. કોઈના વિરોધ માટે આ વાત નથી. વસ્તુસ્થિતિ જ આવી છે. સૂત્રપાહુડની ૨૩મી ગાથામાં કહ્યું છે કે “વસ્ત્ર ધારણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #222
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૫ ]
[ ૨૧૧ કરવાવાળા સીઝતા નથી એટલે કે મોક્ષ પામતા નથી. તીર્થકર ભગવાન પણ જ્યાં સુધી ગૃહસ્થદશામાં રહે ત્યાં સુધી મોક્ષ પામતા નથી. દીક્ષા લઈને દિગંબરરૂપ ધારણ કરે ત્યારે મોક્ષ પામે છે, કેમકે નગ્નપણું તે મોક્ષમાર્ગ છે, શેષ બધાં લિંગ ઉન્માર્ગ છે.”
વસ્ત્રસહિત મુનિપણું માને તો એમાં નવ તત્ત્વની ભૂલ છે. મુનિની ભૂમિકામાં આસ્રવ મંદ હોય છે, પરંતુ વસ્ત્ર રાખવાનો વિકલ્પ તીવ્ર આસ્રવ છે. માટે એમાં આસવની ભૂલ થઈ. મુનિની ભૂમિકામાં સંવર ઉગ્ર હોય છે તેને વસ્ત્ર રાખવાનો ભાવ હોતો નથી. છતાં વસ્ત્ર ધારે તો તે સંવરની ભૂલ છે. મુનિની ભૂમિકામાં કષાય ઘણો મંદ હોય છે. ત્યાં વસ્ત્રગ્રહણની સહેજે ઈચ્છા થતી નથી. તે સ્થિતિમાં ઘણી નિર્જરા થાય છે. છતાં વસ્ત્રસહિતને ઘણી નિર્જરા માની તે નિર્જરા તત્ત્વનીભૂલ છે. છઠ્ઠી ગુણસ્થાને વસ્ત્ર રાખવાનો તીવ્ર આસ્રવ જીવને હોતો નથી છતાં માને તો તે જીવતત્ત્વની ભૂલ છે. છઠ્ઠી ગુણસ્થાને વસ્ત્ર-પાત્રનો સંયોગ હોય નહિ છતાં વસ્ત્રસહિત મુનિપણું માને તો તે અજીવતત્ત્વની ભૂલ છે. ત્રણ કષાયના અભાવપૂર્વક છઠું ગુણસ્થાન હોય છે. ત્યાં મુનિને અંતર્બાહ્ય નિર્ચથતા હોય છે અને તેને વસ્ત્રગ્રહણની વૃત્તિ હોતી જ નથી. અહાહા.! જેને ત્રણ કપાયનો અભાવ છે તેવા સાચા ભાવલિંગી મુનિને સદાય બહારમાં વસ્ત્રરહિત નગ્ન દિગંબર દશા જ નિમિત્તપણે હોય છે.
તીર્થંકરદેવને પણ વસ્ત્રસહિત ગૃહસ્થદશા હોય ત્યાંસુધી મુનિપણું નથી અને કેવળજ્ઞાન પ્રગટ થતું નથી. કોઈ એમ માને કે પંચમહાવ્રતને દિગંબરમાં આસ્રવ કહ્યો છે પણ શ્વેતાંબરમાં તેને નિર્જરા કહી છે તો તે એમ પણ નથી. તત્ત્વાર્થસૂત્રમાં પંચમહાવ્રતને પુણ્ય કહેલ છે. મહાવ્રત એ રાગ છે. એ ધર્મનું સાધન નથી. રાગથી બંધ થાય છે, પણ રાગથી અંશ પણ નિર્જરા થતી નથી. પંચમહાવ્રતને નિર્જરાનું કારણ કહેવું એ તદ્દન જૂઠી વાત છે. અરે ! લોકોએ તત્ત્વદૃષ્ટિનો વિરોધ કરીને અન્યથા માન્યું છે તે કયાં જશે? આવો અવસર મળ્યો અને તત્ત્વથી વિપરીત દષ્ટિ રાખીને સત્ય ન સમજે એવા જીવો અરેરે ! કયાં રખડશે? આ શાસ્ત્રની ગાથા ૭૪માં એમ સ્પષ્ટ કહ્યું છે કે શુભરાગ વર્તમાનમાં દુઃખરૂપ છે અને ભવિષ્યમાં પણ દુઃખનું કારણ છે. ત્યાં એમ કેમ કહ્યું? કારણ કે શુભરાગ તે વર્તમાન આકુળતારૂપ છે અને એનાથી જે પુણ્ય બંધાશે એના ફળમાં સંયોગ મળશે અને તે સંયોગ ઉપર લક્ષ જતાં દુઃખસ્વરૂપ એવો રાગ જ થશે.
પ્રશ્ન:- પરંતુ મંદ રાગ હોય તો ?
ઉત્તર- ભલે મંદરાગ હોય, તે વર્તમાનમાં દુઃખરૂપ છે અને ભવિષ્યમાં દુઃખના કારણરૂપ જ છે. પુણ્યથી કદાચિત્ વીતરાગદેવ અને વીતરાગની વાણીનો સંયોગ મળે તો પણ એ સંયોગી ચીજ છે અને એના પર લક્ષ જતાં રાગ જ થશે. આ તો જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું કહેવાય છે. અહીં કોઈ પક્ષની વાત નથી. છત્ઢાલામાં કહ્યું છે કે
“યહ રાગ-આગ દહૈ સદા, તાતેં સમામૃત સેઈયે”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #223
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
રાગ ચાહે શુભ હોય તોપણ તે આગ છે. માટે સમતારૂપી અમૃતનું સેવન કરો. જન્મમરણના અંતનો ઉપાય કોઈ અલૌકિક છે. બાપુ! કોઈને દુઃખ લાગે તો લાગે, પણ માર્ગ આ જ છે. દરેક વાત બધાને સારી લાગે એમ કેવી રીતે બને? મોક્ષમાર્ગપ્રકાશકના પાંચમા અધિકારમાં કહ્યું છે કે-“ એવો તો કોઈ ઉપદેશ નથી કે જે વડે સર્વ જીવોને ચેન થાય. વળી સત્ય કહેતાં વિરોધ ઊપજાવે, પણ વિરોધ તો પરસ્પર ઝઘડો કરતાં થાય; પણ અમે લડીએ નહિ તો તેઓ પોતાની મેળે જ ઉપશાંત થઈ જશે. અમને તો અમારા પરિણામોનું જ ફળ થશે. મદિરાની નિંદા કરતાં કલાલ દુઃખ પામે, કુશીલની નિંદા કરતાં વેશ્યાદિક દુઃખ પામે તથા ખરું–ખોટું ઓળખવાની પરીક્ષા બતાવતાં ઠગ દુ:ખ પામે તો તેમાં એમ શું કરીએ ?”
અષ્ટપાહુડની ૨૩મી ગાથા ભાવાર્થમાં કહ્યું છે કે-શ્વેતાંબર આદિ વસ્ત્રધા૨કને પણ મોક્ષ થવાનું કહે છે તે મિથ્યા છે, તે જિનમત નથી. અરે ભાઈ! એક મિથ્યાત્વના પરિણામ છૂટી બીજા મિથ્યાત્વના પરિણામ થયા તે ક્રિયા છે. તે ક્રિયા પરિણમનસ્વરૂપ હોવાથી પરિણામથી ભિન્ન નથી અને તે પરિણામ પરિણામી આત્માથી ભિન્ન નથી. મિથ્યાત્વના પરિણામને પણ આત્મા કરે છે, દર્શનમોહકર્મ નહિ. અહીં તો પરિણામને પરથી ભિન્ન સિદ્ધ કરવાની વાત છે. પરિણામથી પરિણામી ભિન્ન છે એ વાત અત્યારે અહીં નથી. અહીં તો દ્વિક્રિયાવાદી મિથ્યાદષ્ટિની વાત અહીં સિદ્ધ કરવી છે. અહા! પોતાના પરિણામની ક્રિયા પણ આત્મા કરે અને ૫૨ની ક્રિયા પણ કરે એમ માનનારા દ્વિક્રિયાવાદી મિથ્યાદષ્ટિ છે. દયાના રાગની ક્રિયા પણ કરે અને પરની દયા પણ કરે એમ માનનારા દ્વિક્રિયાવાદી મિથ્યાદષ્ટિ છે. આવી વાત સાંભળનારા પણ વિરલ હોય છે યોગસારમાં આવે છે કે–
“વિરલા જાણે તત્ત્વને, વળી સાંભળે કોઈ;
વિરલા ધ્યાવે તત્ત્વને, વિલા ધારે કોઈ.”
સંયોગદષ્ટિવાળાને લાગે કે અગ્નિ આવી તો પાણી ગરમ થયું. વેલણ ફર્યું તો રોટલી ગોળ થઈ. પણ સ્વભાવથી જુએ તો એનો ભ્રમ મટી જાય. જુઓ આટાની પર્યાય બદલીને રોટલી થઈ તે ક્રિયા છે. તે ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામથી અભિન્ન છે અને પરિણામ પરિણામી આટાથી અભિન્ન છે. એમાં વેલણે શું કર્યું? કાંઈ નહિ. વેલણમાં પણ કરવાની ક્રિયા પોતામાં થઈ તે પોતાના પરિણામસ્વરૂપ છે. તે ક્રિયા પરિણામથી ભિન્ન નથી અને તે પરિણામ (વેલણના) ૫૨માણુઓથી ભિન્ન નથી. તો બીજી ચીજે એમાં કર્યું? કાંઈ નહિ; ફક્ત બીજી ચીજ એમાં સહચ૨૫ણે નિમિત્ત છે બસ એટલું.
માટે એમ સિદ્ધ થયું કે ‘જે કોઈ ક્રિયા છે તે બધીય ક્રિયાવાનથી (દ્રવ્યથી ) ભિન્ન નથી.' અજ્ઞાનીને એમ લાગે છે કે પહેલી અવસ્થા બદલીને બીજી થઈ તે પરથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #224
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૫ ]
| [ ૨૧૩ થઈ, પરંતુ એમ છે નહિ. આત્મજ્ઞાની સ્ત્રી હોય તે રોટલી બનતી વખતે નિમિત્ત છે પણ નિમિત્તકર્તા નથી. રોટલીની અવસ્થા તો એના કારણે થાય છે. તેમાં જોગ અને રાગનો જે કર્તા છે એવા અજ્ઞાનીને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. પણ જેને રાગનું કર્તાપણું છૂટી ગયું છે અને જ્ઞાતાદષ્ટાસ્વરૂપ ભગવાન આત્મા દષ્ટિમાં આવ્યો છે તેવા ધર્મી જીવનો રાગ રોટલી થવાની ક્રિયામાં નિમિત્ત છે, નિમિત્તકર્તા નહિ. અને ધર્મીને જે જ્ઞાન થયું તેમાં રોટલીની પર્યાય નિમિત્ત છે. આ વાત આગળ ગાથા ૧OOમાં કરેલી છે.
આથી કોઈ એમ કહે છે કે ઉપાદાનવાદીઓ નિમિત્તનો આશ્રય બહુ લે છે અને કહે છે કે નિમિત્તથી કાર્ય થતું નથી. જુઓને, આ પરમાગમમંદિર ર૬ લાખના ખર્ચે થયું તે શું નિમિત્તના આશ્રય વિના થયું?
અરે ભાઈ ! પરને કોણ કરે? જગતમાં આત્માની કે પરમાણુની જે ક્રિયા છે તે પરિણામસ્વરૂપ છે અને તે પરિણામથી ભિન્ન નથી. પરિણામ પરિણામી દ્રવ્યથી ભિન્ન નથી. આ મહાસિદ્ધાંત છે. માટે જે ક્રિયા છે તે પોતાના દ્રવ્યથી થઈ છે અને બીજાથી થઈ નથી. ૭૬મી ગાથામાં પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્થ કર્મની વાત કરી છે. પર્યાય જે સમયે થવાની છે તેને તે સમયે દ્રવ્ય પ્રાપ્ત કરે છે માટે તે પ્રાપ્ય કર્મ છે. તે પર્યાય પૂર્વની પર્યાય બદલીને થઈ માટે તે વિકાર્ય કર્મ છે; તથા તે નવી ઉત્પન્ન થઈ માટે તે નિર્વત્વે કર્મ છે. તે સમયે તે જ પર્યાય થવાની છે માટે તેને ધ્રુવ કહે છે. આમ પરિણામ સ્વરૂપ ક્રિયાનો કર્તા દ્રવ્ય પોતે છે કેમકે ક્રિયાથી દ્રવ્ય અભિન્ન છે. માટે ક્રિયા પરથી કદી થતી નથી.
આ હોઠ હલે છે તે તેની ઉત્પાદરૂપ પર્યાય છે. તે પર્યાય પૂર્વની પર્યાય બદલીને થઈ છે માટે તે ક્રિયા છે. તે ક્રિયા પોતાના પરિણામથી ભિન્ન નથી અને તે પરિણામ તેના પરમાણુથી ભિન્ન નથી. માટે તે પર્યાય જીભથી થઈ નથી, ઈચ્છાથી થઈ નથી, આત્માથી થઈ નથી. આ શ્વાસ ચાલે છે તે પરમાણુની ક્રિયા છે. તે ક્રિયા પરિણામથી ભિન્ન નથી અને તે પરિણામ તેના પરમાણુથી ભિન્ન નથી. આમ શ્વાસ ચાલે છે તેનો કર્તા પરમાણુ છે, આત્મા નથી. આ મૃત્યુ સમયે શ્વાસ અટકી જાય છે તે ક્રિયા પરમાણુથી અભિન્ન છે. ઊભો શ્વાસ થાય ત્યારે તે નાભિનું સ્થાન છોડી દે છે. શ્વાસ હેઠો ન બેસે અને એકદમ દેહ છૂટી જાય છે. પોતાને ખ્યાલ આવે કે થાસે સ્થાન છોડી દીધું છે પણ શું કરે? તે શ્વાસની ક્રિયા ઉપર આત્માનો અધિકાર નથી. જડની ક્રિયા તે (આત્મા) કેમ કરી શકે ?
લોકમાં પણ કહેવાય છે કે ભાઈ ! શ્વાસ સગો નહિ થાય. કારણ કે તે જડની ક્રિયા છે. આત્મા તો જાણવાના પરિણામનો કર્તા છે. શ્વાસની ક્રિયા કરવાની આત્માની શક્તિ નથી. ભાઈ ! થાસ તારી ચીજ નથી અને તારી ચીજમાં શ્વાસ નથી. પરમાણુની ક્રિયા કિયાવાનથી ભિન્ન નથી. છ એ દ્રવ્યની ક્રિયા કર્તાથી ભિન્ન નથી, અભિન્ન છે. આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #225
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ મહાસિદ્ધાંત ભગવાન કુંદકુંદાચાર્ય, શ્રી અમૃતચંદ્રાચાર્ય આદિ સંતોએ જગત પાસે જાહેર કર્યો છે. શ્વાસની ક્રિયા તે અજીવની ક્રિયા છે. જીવ તેને કરી શકે નહિ, તેને હેઠે લાવી શકે નહિ. અરે ભાઈ ! જો શ્વાસની ક્રિયા પણ તું કરી શકતો નથી તો આ જે મોટાં કારખાનાં ચાલે છે તેની ક્રિયા તું કરી શકે એ વાત જ કયાં સંભવે છે? પરમાણુની પલટવાની જે ક્રિયા થાય તે ક્રિયાવાન પદાર્થથી ભિન્ન નથી એટલે કે ભિન્ન વસ્તુથી તે ક્રિયા થતી નથી. આ પ્રમાણે જ વસ્તુની સ્થિતિ છે. હવે કહે છે
“આમ, વસ્તુસ્થિતિથી જ ક્રિયા અને કર્તાનું અભિન્નપણું (સદાય) તપતું હોવાથી, જીવ જેમ વ્યાપ્યવ્યાપકભાવથી પોતાના પરિણામને કરે છે અને ભાવ્યભાવકભાવથી તેને જ અનુભવે-ભોગવે છે તેમ જ વ્યાયવ્યાપકભાવથી પુલકર્મને પણ કરે અને ભાવ્યભાવકભાવથી તેને જ ભોગવે તો તે જીવ, પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતાં સ્વ-પરનો પરસ્પર વિભાગ અસ્ત થઈ જવાથી, અનેક દ્રવ્યસ્વરૂપ એક આત્માને અનુભવતો થકો મિથ્યાષ્ટિપણાને લીધે સર્વજ્ઞના મતની બહાર છે.'
વસ્તુની મર્યાદા જ એવી છે કે વસ્તુની પર્યાય પોતામાં પોતાથી થાય. તે પરથી કદી થતી નથી. દરેક પદાર્થની વર્તમાન પર્યાય બીજા દ્રવ્યની પર્યાયમાં પ્રવેશ કરીને તેને બદલી દે એવી વસ્તુસ્થિતિ જ નથી. “જ' લગાડ્યો છે તો એકાંત થતું નથી! ના, આ તો સ્યાદ્વાદમાર્ગ છે. પોતાની પર્યાય પોતાથી થાય અને પરથી ન થાય એનું નામ એકાંત છે. કથંચિત્ત પોતાથી થાય અને કથંચિત્ પરથી થાય એવી વસ્તુસ્થિતિ નથી. પોતાથી પણ થાય અને પરથી પણ થાય એ તો ફદડીવાદ છે. ગજબ વાત છે! રોટલીના ટુકડા થાય તે પરમાણુની ક્રિયા છે; આંગળીથી ટુકડા થાય એમ છે જ નહિ. રોટલીના ટુકડા થાય તે ટુકડા થવાની ક્રિયા છે. તે ક્રિયાવાન પરમાણુથી ભિન્ન નથી; એટલે કે ભિન્ન પદાર્થ વડે તે ક્રિયા થઈ નથી. જુઓ, આ ભેદજ્ઞાનની વાત. કહે છે કે કોઈના ઘરમાં કોઈ પ્રવેશ કરે એવી મર્યાદા નથી. પોતાની પર્યાયમાં બીજાની પર્યાય પ્રવેશ કરે અથવા બીજાની પર્યાયમાં પોતાની પર્યાય પ્રવેશ કરે એવી વસ્તુની મર્યાદા નથી.
| કુંભારથી ઘડો થાય એવી વસ્તુની મર્યાદા નથી. ઘડાની પર્યાય માટીથી થઈ છે. માટીના પરમાણુ પલટીને ઘડાની પર્યાય થઈ તે ક્રિયા પરિણામસ્વરૂપ છે અને તે પરિણામથી ભિન્ન નથી. અને તે ઘડારૂપ પરિણામ દ્રવ્યથી (માટીના પરમાણુથી) ભિન્ન નથી. અહો ! ભગવાનનો કોઈ અદભૂત અલૌકિક માર્ગ છે! ભગવાને માર્ગ કર્યો નથી; જેવો છે તેવો માર્ગ કહ્યો છે. છએ દ્રવ્ય પોતપોતાની ક્રિયાના પોતે કર્યા છે, પરનો તેમાં માત્ર હસ્તક્ષેપ નથી. એક પરમાણુમાં-પરમાણુની ક્રિયા, ક્રિયાવાન ભિન્ન નથી, અભિન્ન છે. આવી વસ્તુની મર્યાદા છે. આત્મા રોટલીના ટુકડા કરી શકે, દાંત હુલાવી શકે વા પરનું કાંઈ કરી શકે એ વસ્તુસ્થિતિ જ નથી. પરનું કાર્ય કરી શકે એ આત્માની શક્તિમાં જ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #226
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૫ ]
[ ૨૧૫ સંયોગીદષ્ટિવાળાને દેખાય કે આત્મા હાથથી રોટલીના ટુકડા કરે છે; પણ એ વસ્તુસ્થિતિ નથી. સંયોગથી જોનાર મિથ્યાષ્ટિ વસ્તુની મર્યાદાને તોડી નાખે છે. જુઓ, ભગવાને ઉપદેશ આપ્યો એમ કહેવું એ પણ વ્યવહારનયનું કથન છે. વાણી વાણીના કારણે નીકળે છે; એમાં જ્ઞાન નિમિત્ત છે. વાણીની પર્યાયનો ઉત્પાદ વાણીના પરમાણુથી થાય છે, આત્માથી નહિ, ઈચ્છાથી પણ નહિ. (ભગવાનને ઈચ્છા હોતી નથી).
ધવલમાં આવે છે કે લોકાલોક કેવળજ્ઞાનમાં નિમિત્ત છે. એનો અર્થ શું? શું કેવળજ્ઞાનની પર્યાય લોકાલોકથી થઈ છે? ના, એમ નથી. એમ કેવળજ્ઞાનની પર્યાય લોકાલોકને નિમિત્ત છે. એટલે શું કેવળજ્ઞાન છે માટે લોકાલોક છે? એમ પણ નથી, વળી લોકાલોક તો જ્ઞાનનું પરય છે અને સ્વય તો પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય છે. આવું વસ્તુસ્વરૂપ છે.
૭૫મી ગાથામાં આવી ગયું કે આત્માના જ્ઞાનપરિણામમાં રાગ નિમિત્ત છે. આવું જે જ્ઞાન તે જીવનું કાર્ય છે, રાગ જીવનું કાર્ય નથી. આ તો અંદર પોતામાં લઈ જાય છે. જ્ઞાનની પર્યાય અપરપ્રકાશક હોવાથી તે પરિણતિ સ્વને જાણે છે અને રાગને જાણે છે. રાગ છે તો રાગને જાણે છે એમ નથી. જ્ઞાનની પર્યાય પોતાના સ્વપરપ્રકાશક સામર્થ્યની સ્વપરને જાણે છે. જ્ઞાનની પરિણતિમાં ધર્મી જીવને રાગ નિમિત્ત છે. છતાં ધર્મી જીવ પોતાની જ્ઞાનની પરિણતિને જાણે છે, રાગને નહિ. પોતાની જ્ઞાનની પર્યાય તે પરિણામસ્વરૂપ ક્રિયા છે, અને તે પરિણામ દ્રવ્યથી અભિન્ન છે. તેથી તે પર્યાયનું કર્તા આત્મદ્રવ્ય છે; તે પર્યાયનું કર્તા નિમિત્ત (રાગ) નથી.
અત્યારે તો મોટી ગરબડ ચાલે છે. પરથી કાર્ય થાય એ માન્યતા મૂળમાં જ ભૂલ છે. સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષામાં લખ્યું છે કે પ્રત્યેક પદાર્થની તે સમયે થનારી પર્યાય પોતાની કાળલબ્ધિથી પ્રગટ થઈ છે. પર્યાયની તે જન્મક્ષણ છે. પર્યાયની ઉત્પત્તિનો સ્વકાળ છે તેથી તે થઈ છે, નિમિત્ત છે માટે તે થઈ છે એમ નથી. પ્રવચનસારની ગાથા ૧૦૨માં પર્યાયની જન્મક્ષણની આ જ વાત કરી છે. દ્રવ્યની પલટતી અવસ્થાના કાળે સહુચર દેખીને તે પર્યાય નિમિત્તને લઈને થઈ છે એવી જે માન્યતા તેનો અહીં અતિ સ્પષ્ટ નિષેધ કર્યો છે.
જુઓ, આ લાકડી ઊંચી થાય છે તે તેની પલટવાની ક્રિયા છે. તે ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામથી ભિન્ન નથી, અને પરિણામ (લાકડીના) પરમાણુથી ભિન્ન નથી. માટે તે ક્રિયાનો કરનારો તે તે પરમાણુ છે, આંગળી તેનો કર્તા નથી. આત્માએ તો નહિ, પણ આંગળીએ આ લાકડી ઊંચી કરી છે એમ નથી. રોટલી તાવડીમાં ઉની થાય છે તે પરમાણુની ક્રિયા છે. તે તે પરમાણુની ઉષ્ણ થવાની યોગ્યતાના કારણે રોટલી ઉની થાય છે; તવાથી નહિ, અગ્નિથી નહિ, કે રોટલીને તવામાં ઊંચી-નીચી ફેરવનાર બાઈથી નહિ. ત્યાં તાવડીમાં રોટલીની ઊંચી-નીચી ફરવાની જે ક્રિયા છે તે પણ તે તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #227
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ પરમાણુથી અભિન્ન છે; બાઈ તેને હાથ વડે ફેરવે છે એમ છે જ નહિ. અહો! આવી વસ્તુની અબાધિત મર્યાદા છે!
કહે છેને કે ક્રિયા અને કર્તાનું અભિન્નપણું સદાય તપી રહ્યું છે એટલે કે સદાય પ્રગટ છે. માટે દરેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય પોતાથી થાય છે, પરથી નહિ એમ સિદ્ધ થાય છે. નિમિત્તથી થાય એ વાત બીલકુલ સાચી નથી. ઘડાની પર્યાય માટીથી થાય છે, કુંભારથી કદી નહિ. વસ્તુ પોતાની પર્યાયમાં છે અને પર્યાયનો કર્તા વસ્તુ પોતે છે. દ્રવ્ય અને પર્યાયસ્વરૂપ ક્રિયાનું અભિન્નપણું સદાય પ્રગટ છે. અહાહા...! આ અક્ષર જે લખાય છે તે પેન્સીલથી લખાય છે એમ નથી; કેમકે અક્ષરની ક્રિયા અને પેન્સીલ ભિન્ન ચીજ છે. અક્ષર લખાય તે (અક્ષરના ) પરમાણુની ક્રિયા છે અને તે, તે તે પરમાણુથી અભિન્ન છે. અક્ષર લખાય છે તેનો કર્તા તે તે પરમાણુ છે, પરંતુ આંગળીથી કે પેન્સીલથી તે અક્ષરની ક્રિયા થઈ છે એમ બીલકુલ નથી, ગજબ વાત છે!
સમયસારના છેલ્લા કળશમાં શ્રી અમૃતચંદ્રસૂરિ કહે છેકે – ‘પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્ત્વ સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ આ સમયની વ્યાખ્યા કરી છે; સ્વરૂપગુસ અમૃતચંદ્રસૂરિનું ( તેમાં ) કાંઈ જ કર્તવ્ય નથી.” અહાહા..! કહે છે કે આ વ્યાખ્યા શબ્દોએ કરી છે, મેં કરી નથી. હું તો મારા સ્વરૂપમાં ગુત છું. ભાષાની પર્યાયથી શબ્દ પરિણમે છે, તેને હું (આત્મા) પરિણમાવી શકતો નથી.
વળી, પ્રવચનસાર કળશ ૨૧માં પણ આચાર્યદેવ કહે છે– (ખરેખર પુદ્દગલો જ સ્વયં શબ્દરૂપે પરિણમે છે, આત્મા તેમને પરિણમાવી શકતો નથી, તેમ જ ખરેખર સર્વ પદાર્થો જ સ્વયં શેયપણે-પ્રમેયપણે પરિણમે છે, શબ્દો તેમને જ્ઞેય બનાવી-સમજાવી શકતા નથી માટે )
66
આત્મા સહિત વિશ્વ તે વ્યાખ્યેય છે, વાણીની ગૂંથણી તે વ્યાખ્યા છે અને અમૃતચંદ્રસૂરિ તે વ્યાખ્યાતા છે–એમ મોહથી જનો ન નાચો.” અહાહા...! મેં શબ્દ કર્યા, અને શબ્દથી તને જ્ઞાન થયું એમ મોહ વડે મા ફુલાઓ; કેમકે એ માન્યતા વસ્તુસ્વરૂપ નથી. આમાં મહાપુરુષે પોતાની લઘુતા દર્શાવી છે એટલું જ નહિ, વસ્તુની મર્યાદા પણ પ્રગટ કરી છે. ભાઈ! કોણ વ્યાખ્યા કરે ? કોણ ભાષા કરે ? અને કોણ સમજાવી શકે? ભાઈ! શબ્દ તે આત્માનું કાર્ય નહિ અને શબ્દ સાંભળવાથી જીવને જ્ઞાન થયું એમ પણ નહિ.
જ્ઞાનના પરિણમનની તે સમયે જે ક્રિયા થઈ તે ક્રિયા તારી છે. તારો આત્મા તે ક્રિયાનો કર્તા છે, તે ક્રિયાનો કર્તા વાણી નથી. વર્તમાન પ્રવચન સાંભળતાં જે જ્ઞાન થાય છે તે શબ્દો સાંભળવાથી થતું નથી. ભગવાન! આમાં કોઈ વિવાદ કરો તો કરો, પણ વસ્તુની. મર્યાદા જ આવી છે કે વસ્તુની પલટવાની ક્રિયા (વસ્તુથી) પોતાથી થાય છે, પરથી થતી નથી. અહો ! વસ્તુસ્વરૂપ ખૂબ ગંભીર છે! આ ચશ્માં આમ ઊંચા થઈને આંખે લાગેલાં છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #228
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૫ ]
[ ર૧૭ તે જીવ કરી શકતો નથી; આંગળીનું પણ એ કાર્ય નથી. તથા ચશ્મા છે તો જીવ દેખે-વાંચે છે એમ પણ નથી. જ્ઞાનની પર્યાય જ્ઞાનથી (આત્માથી) થાય છે, પરથી નહિ. કહ્યું ને કે – શબ્દોથી જ્ઞાન થાય છે એમ મોહથી જનો ન નાચો. શબ્દ કાને પડ્યા તો જ્ઞાન પર્યાય થઈ એમ છે જ નહિ.
પ્રશ્ન:- સ્વામી સમતભદ્રાચાર્યે બાહ્યાભ્યતર બે કારણ કહ્યાં છે ?
ઉત્તર- હા, સ્વામી સમંતચંદ્રાચાર્ય બાહ્યાભ્યતર બે કારણ કહીને ત્યાં પ્રમાણજ્ઞાન દર્શાવ્યું છે. અત્યંતર કારણ તે નિશ્ચય અને બાહ્ય નિમિત્તકારણ તે વ્યવહાર- એમ બેનું પ્રમાણજ્ઞાન કરાવ્યું છે. પ્રમાણજ્ઞાનમાં પણ પર્યાય પોતાથી થાય છે એવા નિશ્ચયને અંદર રાખીને વાત છે. કાર્ય અત્યંતરકારણથી થાય છે એ વાત રાખીને ત્યાં બાહ્ય નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા બાહ્ય કારણ કહ્યું છે, પણ નિમિત્ત કાર્યનું વાસ્તવિક કારણ છે એમ નથી. ધવલના છઠ્ઠા ભાગમાં સ્પષ્ટ કહ્યું છે કે અત્યંતર કારણથી જ સર્વ કાર્ય થાય છે. અંતરંગ કારણથી કાર્ય થાય છે, બાહ્ય કારણથી નહિ એવો ત્યાં પાઠ છે.
ભાઈ ! વાણીથી કે અન્ય (શુભરાગાદિ) નિમિત્તથી જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. તેથી સ્વનો અનુભવ થાય છે તેમાં પરનું પણ જ્ઞાન થાય છે, આવો જ્ઞાનની પર્યાયનો ધર્મ છે. અહાહા..! જ્ઞાનની પર્યાયમાં સ્વપરને પ્રકાશવાનું સહજ સામર્થ્ય હોવાથી પૂર્ણાનંદનો નાથ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પર્યાયમાં જાણવામાં આવે છે. પરંતુ અજ્ઞાનીની દષ્ટિ અંતર્મુખ નથી. અનાદિથી રાગને વશ પડેલા અજ્ઞાનીનું લક્ષ નિજ આત્મદ્રવ્ય ઉપર જતું નથી. એટલે જે રાગ અને પર્યાયને તે બહારમાં જાણે છે તે રાગ અને પર્યાય જ હું છું એમ તે માને છે. આ વાત સમયસારની ગાથા ૧૭-૧૮માં આવી ગઈ છે. ત્યાં કહ્યું છે કે
આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે પર (દ્રવ્યો) સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને “આ અનુભૂતિ છે તે જ હું છું” એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી.” અહીં અનુભૂતિસ્વરૂપ આત્મા કહ્યો તે ત્રિકાળી ધ્રુવની વાત છે. આવો આત્મા જેનું સ્વપરને પ્રકાશવાનું સામર્થ્ય છે એવા જ્ઞાનની પર્યાયમાં આબાળગોપાળ સૌને જાણવામાં આવે છે. અજ્ઞાનીને પણ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પોતાનું દ્રવ્ય અનુભવવામાં આવે છે. પણ અજ્ઞાનીની ત્યાં દ્રવ્ય ઉપર દષ્ટિ નથી તેથી તે રાગ અને પર નિમિત્ત કે જેને તે જાણે છે તે હું છું એમ ભ્રમથી માને છે. આમ અજ્ઞાનીને દ્રવ્ય દષ્ટિ વિના આત્મજ્ઞાન ઉદય થતું નથી
અહો ! આચાર્યોએ શું ગજબ કામ કર્યું છે! કેવળજ્ઞાનને પ્રસિદ્ધ કરી દીધું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #229
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ કહે છે- ભગવાન! તારી એક સમયની જ્ઞાનપર્યાયમાં વપરપ્રકાશક સામર્થ્ય છે કે નહિ? અરે ભાઈ ! અજ્ઞાનમાં પણ એક સમયની પર્યાયમાં સ્વપરપ્રકાશક સ્વભાવ છે. પરપ્રકાશક સ્વભાવ એકલો રહે એમ કદી બનતું નથી. દરેક સમયે દરેક પર્યાયમાં સ્વપરપ્રકાશક સ્વભાવ હોવાથી જ્ઞાનમાં અનુભૂતિસ્વરૂપ ભગવાન જાણવામાં આવે છે. પણ અજ્ઞાનીની ત્યાં દષ્ટિ નથી. તેથી રાગ અને પર્યાયને હું જાણું છું એવો તેને ભ્રમ થાય છે. (ખરેખર તો તે જ્ઞાનને જ જાણે છે).
જાઓ, આત્મા રાગ-દ્વેષ આદિ ભાવ કરે છે તે જ સમયે કમનો બંધ થાય છે. ત્યાં રાગની ક્રિયા જે થાય તેની સાથે આત્મા અભિન્ન છે. માટે આત્મા રાગની ક્રિયાનો તો કર્તા છે પણ તે વખતે કર્મબંધનની જે અવસ્થા થાય તે ક્રિયાનો આત્મા કર્તા નથી. આત્મા જેમ પોતાની વિકારી પર્યાયનો કર્તા છે તેમ જ કર્મબંધની પર્યાયનો પણ કર્તા થાય તો તે ક્રિક્રિયાવાદી થઈ જાય. અર્થાત્ તે મિથ્યાદષ્ટિ થઈ જાય.
અહીં કહ્યું છે કે ક્રિયા અને ક્રિયાવાનની અભિન્નતા સદાય તપે છે, સદાય પ્રગટ છે. માટે આત્માની જે પર્યાય થાય છે તેમાં આત્મા અભિન્ન હોવાથી તેનો તે કર્તા છે. ખરેખર તો એમ છે કે આત્મામાં જે પર્યાય થાય છે તે સંયોગ છે, અને તેનો વ્યય થાય તે વિયોગ છે. પોતાના દ્રવ્યની જે પર્યાય થાય છે તે સંયોગ છે. ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ પર્યાયને સંયોગ કહેવાય છે. વર્તમાન પર્યાય જે ઉત્પન્ન થઈ તે સંયોગ અને વ્યય પામી તે વિયોગ છે. ઉત્પાદ તે સંયોગ અને વ્યય તે વિયોગ છે. શ્રી પંચાસ્તિકાયની ૧૮મી ગાથામાં આ વાત લીધી છે. જ્યાં પોતાની પર્યાયના ઉત્પાદ-વ્યયને સંયોગ-વિયોગ કહ્યા ત્યાં પર ચીજની તો વાત જ શું? એ તો પર જ છે. અહીં કહે છે કે –પોતાના આત્મામાં જે સંયોગી પર્યાય ઉત્પન્ન થઈ તેનો અભિન્નપણે આત્મા કર્તા છે, પણ તે સમયે સંયોગી જે પુદ્ગલકર્મ બંધાયું તે કર્મબંધનો કર્તા આત્મા નથી.
જીવ જેવો મિથ્યાત્વ અને રાગદ્વેષના પરિણામ કરે છે તે પ્રમાણે દર્શનમોહ અને ચારિત્રમોહરૂપ જડ કર્મનો બંધ થાય છે. પરંતુ તે કર્મબંધની ક્રિયાનો આત્મા કર્તા નથી. ક્રિયા અને કર્તાનું અભિન્નપણું સદાય તપતું હોવાથી દરેક આત્માની અને પરની પર્યાય તે તે સમયે પોતપોતાથી ઉત્પન્ન થાય છે, નિમિત્તથી નહિ. જીવે રાગ કર્યો તે કર્મબંધનમાં નિમિત્ત છે, પણ નિમિત્તે તે (કર્મબંધનની) ક્રિયા કરી છે એમ નથી.
સમયસાર ગાથા ૧૦૫માં તો એમ કહ્યું છે કે –આત્મા જે દ્રવ્ય છે તે નવા કર્મબંધનમાં નિમિત્ત નથી. દ્રવ્યસ્વભાવની જેને દષ્ટિ થઈ છે તેને દ્રવ્ય નવા કર્મબંધનમાં નિમિત્ત નથી, અર્થાત તેને નવાં કર્મ બંધાતા નથી. પરંતુ દ્રવ્યદૃષ્ટિનો જેને અભાવ છે અને જે પુણ્ય-પાપના ભાવોનો કર્તા થાય છે તે અજ્ઞાનીને રાગ-દ્વેષના ભાવ કર્મબંધનમાં નિમિત્ત થાય છે. પણ નિમિત્તથી કર્મબંધનની પરિણતિ થાય છે એમ કદીય નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #230
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૫ ]
[ ૨૧૯ કર્તા અને ક્રિયાની અભિન્નતા સદાય પ્રગટ હોવાથી જીવ વ્યાયવ્યાપકભાવથી પોતાના વિકારી પરિણામનો કર્તા છે, વ્યાપક નામ કર્તા દ્રવ્ય અને વ્યાપ્ય નામ કર્મ-વિકારી પર્યાય. જીવ વ્યાપ્યવ્યાપકભાવથી વિકારી પરિણામનો કર્તા થાય છે. અને ભાવ્યભાવકભાવથી તે વિકારી ભાવનો અનુભવ કરે છે. ભાવ્ય એટલે ભોગવવા લાયક ભાવ અને આત્મા ભાવક નામ તે ભાવનો ભોક્તા છે. આ અજ્ઞાનીની વાત છે. તેમ જો જીવ વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલકર્મને કરે તો તે બે ક્રિયાનો કર્તા થઈ જાય. પોતાની પર્યાયનું કાર્ય આત્મા જેમ વ્યાપક થઈને કરે તેમ કર્મની પર્યાયનું કાર્ય પણ વ્યાપક થઈને જીવ કરે તો તે બે ક્રિયાનો કર્તા થઈ જાય છે. તો તે મિથ્યાદષ્ટિ છે કેમકે બે ક્રિયા કરી શકતો નથી પણ એવું તે મિથ્યા માને છે.
જીવને દયાનો મંદ ભાવ થાય તો તેના પ્રમાણમાં તે સમયે શાતા વેદનીય કર્મ બંધાય. જો તીવ્ર દયાનો ભાવ થાય તો તેના પ્રમાણમાં ખૂબ શાતાવેદનીય કર્મ બંધાય. ત્યાં જે દયાના પરિણામ થયા તેનો કર્તા આત્મા છે, પણ શાતા વેદનીય કર્મ જે બંધાયું તેનો આત્મા કર્તા નથી. જેટલા પ્રમાણમાં જીવ વિકાર કરે તેટલા પ્રમાણમાં કર્મનો બંધ થાય, છતાં કર્મબંધની પર્યાયનો કર્તા આત્મા નથી. તો પછી શરીર, મન, વાણી, ખાન-પાન, ધંધો-વેપાર આદિ પદ્રવ્યની પર્યાયનો કર્તા આત્મા થાય એમ ત્રણકાળમાં નથી. હાથ પગ હલે, હોઠ હલે, ભાષા બોલાય, ઈત્યાદિ જડની ક્રિયાનો કદીય આત્મા કર્તા નથી. આત્મા પોતાની રાગની પર્યાયને કરે અને જડની પર્યાયને પણ કરે એમ કદાપિ હોઈ શકે નહિ. બહુ સૂક્ષ્મ વાત છે, ભાઈ !
પાંચ વાત મુખ્યપણે સમજવા જેવી છે- ઉપાદાન, નિમિત્ત, નિશ્ચય, વ્યવહાર અને ક્રમબદ્ધ- આ પાંચની ખૂબ ચર્ચા ચાલે છે. દિગંબર સંતોએ જગત સમક્ષ સત્ય જાહેર કર્યું છે. કહે છે–આત્મા (અજ્ઞાની) રાગનો કર્તા અને હરખ-શોકનો ભોક્તા છે પણ જડકર્મનો કર્તાભોક્તા આત્મા કદીય નથી. તત્ત્વાર્થસૂત્રમાં ‘વિપાવો અનુભવ:' એમ જે કહ્યું છે એ નિમિત્તનું વ્યવહારનયથી કથન છે. એવું જ જો શ્રદ્ધાન કરે તો તે મિથ્યાત્વ છે. જીવ વ્યાપ્યવ્યાપકભાવથી પુગલકર્મને કરે વા ભાવ્યભાવકભાવથી પુદ્ગલકર્મને ભોગવે તો તે જીવને પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતાં સ્વપરનો વિભાગ અસ્ત થઈ જાય છે. બે ક્રિયાનો કર્તા થાય તો પોતાની પર્યાય અને પરની પર્યાય (ભિન્નતા) અસ્ત થઈ જાય છે. તેથી તેને મિથ્યાદર્શન જ થાય છે.
અરે ભાઈ ! આ વાત સમજવી પડશે. રોટલી, દાળ, ભાત, ચટણી આદિ ખાવાની ઈચ્છા થઈ ત્યાં ઈચ્છાનો કર્તા આત્મા છે પણ રોટલી, દાળ, ભાત, ચટણી ખાવાની જે ક્રિયા થઈ તેનો કર્તા આત્મા નથી. એ જડની ક્રિયા છે એ તે મેં કરી એમ જે માને છે તે બ્રિક્રિયાવાદી મિથ્યાદષ્ટિ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #231
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ પ્રશ્ન:- જ્ઞાનાવરણીયકર્મનો ઉદય જ્ઞાનને રોકે છે એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તર:- હા, આવે છે; પણ એનો અર્થ શું? જ્ઞાનાવરણીય કર્મ જડ પુદ્ગલની પર્યાય છે. તે જ્ઞાનની હીણી અવસ્થામાં નિમિત્ત છે. પરંતુ જ્ઞાનની હીણી અવસ્થા જડ કર્મને લઈને થઈ છે એમ નથી. શાસ્ત્રમાં તો નિમિત્તનું વ્યવહારનયથી કથન હોય છે. નિમિત્તથી કાર્ય થાય એવો ચિરકાળનો જીવોને અભ્યાસ છે એટલે આ વાત બેસવી કઠણ પડે છે. પણ ભાઈ ! શાસ્ત્રમાં જે અપેક્ષાથી કથન હોય છે તે યથાર્થ સમજવું જોઈએ. જ્ઞાનની હીનાધિક અવસ્થા પોતાની પર્યાયની યોગ્યતાથી થાય છે, તેમાં જ્ઞાનાવરણીય કર્મનું કાંઈ કર્તવ્ય નથી, માત્ર નિમિત્તપણે હોય છે એ જ. એવી રીતે વીર્યંતરાયનો ઉદય છે માટે આત્મામાં વીર્યની હીણી દશા થઇ છે એમ નથી. વીર્યંતરાયનો ઉદય એમાં કાંઈ કરતો નથી.
આ વાત ચાલતી નથી એટલે લોકોને નવી લાગે છે. પણ ભાઈ ! આ તો ભગવાનના શ્રીમુખેથી નીકળેલી સત્ય વાત છે. કર્મનો ઉદય જડની પર્યાય છે. તે આત્માની (હીણી) અવસ્થાને કેમ કરે? જીવની પર્યાય કર્મને અડતી નથી અને કર્મ જીવની પર્યાયને અડતું નથી. આ વસ્તુસ્થિતિ છે.
જ્ઞાનીને જે વિકલ્પ થાય તેનો તે જાણનાર છે. જ્ઞાની જાણવાની ક્રિયા કરે અને રાગની ક્રિયા પણ કરે-એમ નથી. તેવી રીતે અજ્ઞાની રાગની ક્રિયા કરે અને પરની પણ ક્રિયા કરે એમ નથી. આ ઘણી ગંભીર અને સૂક્ષ્મ વાત છે. આ જે સમજે નહિ તેને મૂળમાં જ ભૂલ છે. કહ્યું છે ને કે “યોગ્યતા હિ શરણમ્' પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય તેની યોગ્યતાથી થાય છે; પરથી નહિ. પરંતુ પરથી થાય એમ માને તો સ્વ-પરની ક્રિયાને અભિન્ન માનનાર તેના મતમાં સ્વ-પરનો વિભાગ નષ્ટ થઈ જાય છે, અર્થાત્ તેની માન્યતામાં સ્વ-પરનું એકપણું થઈ જાય છે. પોતાની પર્યાયને કરે અને પરની પર્યાયને પણકરે એવું માનનાર મિથ્યાષ્ટિ છે અને તે સર્વજ્ઞના મતની બહાર છે. કોઈને લાગે કે આ તો એકાંત છે. પણ ભાઈ ! આ સમ્યક એકાંત છે. જીવ પોતાની પર્યાયનો કર્યા છે અને પરની પર્યાયનો કર્તા નથી એમ સમ્યફ એકાંત થાય ત્યારે સાથે નિમિત્તનું જ્ઞાન થાય તેને સાચું અનેકાંત કહે છે. નિમિત્ત છે, બસ. પરંતુ નિમિત્તથી થાય છે એમ નથી.
ગોમ્મદસારમાં આવે છે કે- જ્ઞાનાવરણીયથી જ્ઞાન રોકાય, વીર્યંતરાયના ઉદયથી વીર્ય રોકાય, દર્શનમોહના ઉદયથી મિથ્યાત્વ થાય, ચારિત્રમોહના ઉદયથી રાગદ્વેષ થાય, આયુના ઉદયે અમુક કાળ દેહમાં રહેવું પડ ઈત્યાદિ. ભાઈ ! આ તો બધાં વ્યવહારનયનાં કથન છે. આત્મા પોતાની યોગ્યતાથી વિકારપણે પરિણમે છે, પરના કારણે તે તે પર્યાયો થાય છે એમ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #232
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૫ ]
[ ર૨૧ પ્રશ્ન:- શાતાના ઉદયથી લક્ષ્મી મળે છે, તો નિમિત્તથી કાર્ય થયું કે નહિ?
ઉત્તર- ભાઈ ! એ તો નિમિત્તનું કથન છે. પૈસા તો એના કારણે આવે છે, એમાં શાતાવેદનીય કર્મ નિમિત્ત છે. લક્ષ્મી આવે, શરીર નિરોગી રહે ઈત્યાદિ તે તે પર્યાયનું પોતાનું કાર્ય છે, નિમિત્તથી તે કાર્ય થયું છે એમ નથી. પૂજનની જયમાલામાં આવે છે ને
કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ
અગ્નિ સહે ઘનઘાત, લોહકી સંગતિ પાઈ.” કર્મ બિચારાં જડ છે; કર્મને લઈને જીવને વિકાર થતો નથી. પોતાની ભૂલને લઈને જીવમાં વિકાર સ્વતંત્ર પોતાથી થાય છે. તો- કર્મ રાજા, કર્મ રંક;
કર્મ વાળ્યો આડો અંક. –એમ બોલે છે એનો અર્થ શું? ભાઈ ! એ બધાં નિમિત્તની મુખ્યતાથી કથન છે. રાજા કે રંકની પોતાની પર્યાય પોતાથી થાય છે; કર્મથી નહિ. જુઓ, રામચંદ્રજી વનવાસ ગયા. ત્યાં સીતાજીનું હરણ થયું. ત્યારે સીતાજીને શોધવા નીકળ્યા. પત્થર અને પહાડને રામચંદ્રજી પૂછે છે:- સીતાજીને કયાંય જોયાં? આ પોતાની પર્યાયનો દોષ છે, કર્મને લઈને નહિ. અને પછી વિકલ્પ છૂટી ગયો તે કર્મના ઉદયના અભાવથી નહિ પણ પોતે નિર્વિકલ્પસ્વરૂપમાં સ્થિર થતાં વિકલ્પ છૂટી ગયો
રાવણ સીતાજીનું હરણ કરીને વિમાનમાં લઈ જાય છે ત્યારે રસ્તામાં સીતાજી પોતાનું ઝાંઝર ફેંકી દે છે. તે ઝાંઝર લાવીને લક્ષ્મણજીને બતાવીને પૂછયું-શું આ ઝાંઝર સીતાજીનું છે? ત્યારે લક્ષ્મણે કહ્યું-હું સીતામાતાને પગે લાગવા જતો ત્યારે નીચી નજરે પગમાં આ ઝાંઝર જોયેલું. ઊંચી નજર કરીને સીતાજી સામે કદી મેં જોયું નથી. અહા ! જુઓ, આ સજ્જનતા અને નૈતિકતા! લક્ષ્મણ ત્રણ ખંડના ધણી વાસુદેવ હતા. તેઓ સજ્જનતા અને નૈતિકતાની મૂર્તિ હતા. લક્ષ્મણજી જંગલમાં રામચંદ્રજીની અનેક પ્રકારે સેવા કરતા. રામચંદ્રજી બળભદ્ર હતા. લક્ષ્મણજી તેમની સેવા કરતા એમ કહેવું એ તો વ્યવહારનું કથન છે. સેવાનો વિકલ્પ આવ્યો માટે બહારની ક્રિયા થઈ એમ નથી. તથાપિ કોઈ પોતાની ક્રિયા અને પરની ક્રિયા-એમ બે ક્રિયા આત્મા કરે એવું માને તો તે બ્રિક્રિયાવાદી મિથ્યાષ્ટિ છે અને તેથી તે સર્વજ્ઞના મતની બહાર છે. કર્મ જ્ઞાન રોકી દીધું અને કર્મનો કર્તા અને ભોક્તા જીવ છે એવું માનનાર મિથ્યાષ્ટિ છે અને જિનવરની આજ્ઞાથી બહાર છે.
અહીં તો આત્માની વાત કરી છે. પંચાસ્તિકાયમાં કહ્યું છે કે-એક રજકણ પોતાની ક્રિયા કરે અને બીજા રજકણની પણ ક્રિયા કરે એમ ત્રણકાળમાં બનતું નથી. આ તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #233
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ મૂળ સિદ્ધાંત છે અને તે છે એ દ્રવ્યોમાં લાગુ પડે છે. એક દ્રવ્યની પર્યાય અન્યદ્રવ્યની પર્યાયને કરે નહિ એ સિદ્ધાંત દ્રવ્યોની પ્રત્યેક પર્યાયમાં લાગુ પડે છે. એમ ન માને તે ક્રિક્રિયાવાદી મિથ્યાષ્ટિ છે. શ્રી કુંદકુંદાચાર્ય કહે છે કે તે ‘સો નિણાવમમ્' જિનઆજ્ઞાથી બહાર છે.
પરની દયાનો ભાવ જીવ કરે અને પરની દયા પણ પાળી શકે એમ માનનાર જિનવરના મતથી બહાર છે. આ વાત ન સમજાય એટલે એનો વિરોધ કરે પણ ખરેખર તો તે પોતાનો વિરોધ કરે છે. વળી પરની દયાનો જે શુભરાગ છે તે પણ હિંસા છે. પુરુષાર્થસિદ્ધયુપાયમાં (છંદ ૪૪માં) કહ્યું છે કે જે ભાવે તીર્થંકરનામકર્મ બંધાય તે ભાવ હિંસા છે, અપરાધ છે; કેમકે બંધન અપરાધથી થાય છે. નિરપરાધથી બંધન ન થાય. બંધન થાય તે ભાવ અપરાધ છે. અહીં તો વિશેષ કહે છે કે પરની દયા હું પાળી શકું એ માન્યતા મિથ્યાદર્શન છે. મહાઅપરાધ છે. ગજબ વાત છે!
સોલહકારણભાવનાથી તીર્થંકરગોત્ર બંધાય છે. તે સોળે પ્રકારના ભાવ રાગ છે, અપરાધ છે, ગુન્હો છે. અજ્ઞાનીને તીર્થંકર પ્રકૃતિના બંધના કારણરૂપ રાગ હોતો જ નથી. જ્ઞાનીને તે રાગ આવે છે તેને તે જાણે છે. જેને સ્વભાવ તરફ ઝુકાવ થયો છે. તે જ્ઞાનીને અલ્પ રાગ બાકી છે તો વિકલ્પ આવતાં તીર્થકરગોત્ર બંધાય છે. પરંતુ તે વિકલ્પ તોડીને અલ્પકાળમાં મોક્ષ જાય છે. ત્યાં તીર્થંકરપ્રકૃતિ બાંધી, વા તેવો રાગ હતો તે કારણે મોક્ષ થાય છે એમ નથી. ભાઈ ! અજ્ઞાનીના મતમાં વાતે વાતે ફેર છે. કહ્યું છે ને કે
“આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર
એક લાખે તો ન મિલે એક ત્રાંબીઆકા તેર.” ભગવાન સર્વજ્ઞદેવ અને સંતો કહે છે કે-ભાઈ ! અમારી શ્રદ્ધામાં અને તારી (અજ્ઞાનીની) શ્રદ્ધામાં વાતે વાતે ફેર છે. અહીં ભગવાન કુંદકુંદાચાર્યદેવ ફરમાવે છે કે –કોઈ એમ માને કે જીવ પોતાના રાગની ક્રિયા પણ કરે અને પરની ક્રિયા પણ કરે તો એમ માનનાર સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છે. તેને જૈનમતની શ્રદ્ધા નથી. પરની દયા પાળી શકું, પરને જીવાડી શકું, પરને ઉપદેશ દઈ જ્ઞાન પમાડી શકું એવું માનનાર જિનઆજ્ઞાથી બહાર છે. બંધ અધિકારમાં ત્યાં સુધી વાત કરી છે કે હું બીજાને મોક્ષ પમાડી દઉં એમ તું માને છે તો શું તેની વીતરાગ પરિણતિ વિના તું એને મોક્ષ પમાડી દઈશ? અને તેને વીતરાગ પરિણતિ હોય તો તેનો મોક્ષ થશે એમાં શું તે એની વીતરાગ પરિણતિ કરી છે? એમ નથી. ભાઈ ! હું બીજાને બંધ કરાવું વા મોક્ષ પમાડી દઉં એમ હું માને તે બધાં મિથ્યાષ્ટિનાં લક્ષણ છે.
કોઈ એમ કહે કે જો ઉપદેશથી બીજાને જ્ઞાન પમાડી શકાતું નથી તો શા માટે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #234
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૫ ]
| [ ૨૨૩ તેને ઉપદેશ આપી સમજાવો છો? અરે પ્રભુ! સાંભળ, ધીરજથી સાંભળ. વાણી વાણીના કાળે નિકળે છે અને (ઉપદેશના) વિકલ્પના કાળે વિકલ્પ થાય છે. બન્ને સમકાળે છે. પણ સ્વતંત્ર છે. આત્મા તો તેનો જાણનાર છે. ઉપદેશની વાણીનો આત્મા કર્તા નથી અને વાણી જ્ઞાનની પર્યાયનો કર્તા નથી. ભાષાની પર્યાય તો પરની જડની છે. તેને આત્મા કેમ કરે ? અને તે આત્માના જ્ઞાનને કેમ કરે? દ્રવ્ય પોતાનું કાર્ય કરે અને પરનું પણ કાર્ય કરે એમ માને તે મિથ્યાષ્ટિ છે, જિનઆજ્ઞાથી બહાર છે.
પ્રવચનસારના છેલ્લા રરમા શ્લોકમાં એમ કહ્યું છે કે - “આ રીતે (આ પરમાગમમાં) અમદપણે (જોરથી, બળવાનપણે, મોટે અવાજે) જે થોડું ઘણું તત્ત્વ કહેવામાં આવ્યું, તે બધું ચૈતન્યને વિષે ખરેખર અગ્નિમાં હોમાયેલી વસ્તુ સમાન (સ્વાહા) થઈ ગયું” ભાઈ! સમજનાર પોતાના કારણે સમજે છે; વાણી તો તેમાં નિમિત્તમાત્ર છે. વાણીના કારણે જ્ઞાન થાય છે એમ નથી. લોકોને અટપટું લાગે, પણ શું થાય? વસ્તુનું સ્વરૂપ જ આવું છે. દ્રવ્ય પોતાની પર્યાયને કરે અને અન્યદ્રવ્યની પર્યાયને પણ કરે એમ ત્રણકાળમાં નથી.
કોઈ શ્રાવક હો કે સાધુ હો, પણ જો તે એમ માને કે હું દયાનો ભાવ પણ કરું છું અને પર જીવોની દયા પણ પાળું છું તો તે બે (દ્રવ્યોની) ક્રિયાનો કર્તા થયો અને તેથી તે મિથ્યાદષ્ટિ છે. “જીવો અને જીવવા દો ” એ વીતરાગની વાણી નથી. એ તો અજ્ઞાનીનું વચન છે. ભગવાન તો કહે છે કે તારા દયાના ભાવથી બીજો જીવ જીવે, સુખી-દુઃખી થાય એમ ત્રણકાળમાં નથી. તે પોતાના આયુષ્યની સ્થિતિથી જીવે છે; તું એને જીવાડી શકતો નથી. બંધ અધિકારમાં આવે છે કે-હું પરને મારું અને જીવાડું એમ માનનાર મિથ્યાષ્ટિ છે, જિનઆજ્ઞાથી બહાર છે. પરની હિંસા જીવ કરી શકતો નથી. ભાવ આવે છે તેનો તે કર્તા છે, પણ પરની સાથે એને સંબંધ નથી. પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહ્યું છે કે-રાગનો ભાવ થાય તે હિંસા છે. શુભરાગનો ભાવ પણ આત્માની હિંસા કરનારો છે. પંચમહાવ્રતના પરિણામનો રાગ ધર્માત્માને આવે, પણ તે આસ્રવ છે, હિંસા છે. તત્ત્વાર્થસૂત્રમાં શુભરાગને આસ્રવ કહ્યો છે. આમ રાગાદિ પરિણામ તે હિંસા છે, પરની દયા કે હિંસા તો આત્મા કરી શકતો નથી.
* ગાથા ૮૫: ભાવાર્થ ઉપરનું પ્રવચન * બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જડની ક્રિયા ચેતન કરતું નથી, ચેતનની ક્રિયા જડ કરતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યાષ્ટિ છે, કારણ કે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું તે જિનનો મત નથી.'
જગતમાં જીવ અનંત છે અને જડ પુદ્ગલો અનંતાનંત છે. એમાં પ્રત્યેક પદાર્થની પરિણતિની ક્રિયા પ્રત્યેક સમયે ભિન્ન ભિન્ન છે. કોઈ દ્રવ્યની ક્રિયા કોઈ બીજા કરી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #235
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
શકે એ વાત ત્રણકાળમાં સંભવિત નથી. બીજાનું જીવન તે ૫દ્રવ્યની ક્રિયા છે. તે પોતાના આયુની સ્થિતિથી જીવે છે, આયુના ક્ષયથી મરે છે. માટે બીજો બીજાને જીવાડે, વા બીજાની દયા પાળે એમ છે જ નહિ. તેવી રીતે આત્મા ભાષા-સત્ય કે જૂઠ બોલી શકે એમ છે જ નહિ. આત્મા પોતાની પર્યાયને કરે, પણ તે પરની પર્યાયને કેમ કરી શકે? સૂક્ષ્મ વાત, ભાઇ! આત્મા જાણે, પણ ભાષાને કરે એમ છે જ નહિ. ભાષામાં સ્વપરને કહેવાની સ્વતઃ તાકાત છે અને આત્મામાં સ્વપરને જાણવાની સ્વતઃ તાકાત છે.
ભાષામાં સ્વપરનું કથન કરવાની શક્તિ સ્વતઃ પોતાથી છે, આત્માના કારણે નહિ. અરે ભાઈ ! આ ઉપદેશ સાંભળવામાં વચનની ક્રિયા ભિન્ન છે અને અંદર આત્માની જ્ઞાનની ક્રિયા ભિન્ન છે. બોધપાઠુડની ૬૧મી ગાથામાં આવે છે કે-“શબ્દના વિકારથી ઉત્પન્ન અક્ષરરૂપ પરિણમેલ ભાષાસૂત્રોમાં જિનદેવે કહ્યું, તે શ્રવણમાં અક્ષરરૂપ આવ્યું અને જે રીતે જિનદેવે કહ્યું તે રીતે પરંપરાથી ભદ્રબાહુ નામના પાંચમા શ્રુતકેવલીએ જાણ્યું..”
અરે ભાઈ ! ભાષાની પર્યાયને ભગવાન પણ કરી શકતા નથી. દિવ્યધ્વનિ છૂટે છે એ તો શબ્દનો વિકાર છે. તેના કાળે તે વાણી છૂટે છે, કેવળીને લઈને વાણી છૂટતી નથી; કેમકે બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન ભિન્ન છે. ભાષાની ક્રિયા-શબ્દનો વિકાર ભિન્ન છે અને જ્ઞાનની ક્રિયા-આત્માની પરિણતિ ભિન્ન છે. માટે જ્ઞાનની પરિણતિથી શબ્દના વિકારરૂપ ભાષાની પરિણતિ થઈ એ વાત ત્રણકાળમાં નથી. ભાષા કોણ બોલે? શું આત્મા બોલે ? અરે ! બોલે તે બીજો, આત્મા નહિ. કુંદકુંદાચાર્યદેવે કહ્યું ને કે -ભાષા શબ્દના વિકારથી બની છે. અમારાથી નહિ, કેવળીથી નહિ, સંતોથી નહિ. તેને નિમિત્તની અપેક્ષા નથી. શ્રી અમૃતચંદ્રદેવે પ્રવચનસારની ટીકા પૂરી કરતાં છેલ્લે કહ્યું ને કે-આ શાસ્ત્ર મેં બનાવ્યું છે એવા મોહથી જનો ન નાચો; અને એનાથી ( શબ્દોથી ) તમને જ્ઞાન થાય છે એમ મોહથી ન નાચો. આ તો અબાધિત સિદ્ધાંત છે કે એક દ્રવ્ય બે (દ્રવ્યોની ) ક્રિયા કરી શકે જ નહિ; અન્યથા બધું એક થઈ જાય-જે સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છે. જે બહુ-ક્રિયાવાદી છે તે મિથ્યાદષ્ટિ છે.
અહીં કહે છે કે જડની ક્રિયાને ચેતન કરતું નથી. ભાષાની ક્રિયાને આત્મા કરતો નથી. તેમ જડકર્મનો ઉદય પોતાની પર્યાયને કરે જીવના રાગને પણ કરે એમ બનતું નથી. અરે! બે તત્ત્વ ભિન્ન ભિન્ન છે, તેની પર્યાય પણ ભિન્ન ભિન્ન છે. દરેક દ્રવ્ય પોતાની ક્રિયા કરવા સમર્થ છે અને ૫૨ માટે તે પાંગળું છે.
અજીવ અધિકા૨માં કળશ ૪૩માં કહ્યું છે કે –આ અવિવેકના નાટકમાં પુદ્દગલ નાચે છે તો નાચો, હું તો આત્મા જ્ઞાયકસ્વરૂપ છું. અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યસૂર્ય જાણગસ્વભાવના નૂરનું પૂર છે. તે ભાષાને કેમ કરે? શરીરને તે કેમ ચલાવે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #236
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૫ ]
[ ૨૨૫ ભાઈ ! પૂજા વખતે જે “સ્વાહા, સ્વાહા' ઇત્યાદિ બોલાય છે તે આત્માની ક્રિયા નથી. હાથ ઊંચોનીચો થાય તે આત્માનું કાર્ય નથી.
દરેક તત્ત્વ ભિન્ન ભિન્ન છે વેદાંતની જેમ બધું એક નથી. પ્રવચનસારમાં ૧૭રમી ગાથાના અલિંગગ્રહણના ૧૫મા બોલમાં કહ્યું છે કે- “લિંગ વડે એટલે કે અમેહનાકાર વડે જેનું ગ્રહણ એટલે કે લોકમાં વ્યાપવાપણું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પાખંડીઓને પ્રસિદ્ધ સાધનરૂપ આકારવાળો-લોકવ્યાતિવાળો નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે.” બધા મળીને એક આત્મા છે એવો પાખંડીઓનો પ્રસિદ્ધ મત છે. એ માન્યતા અજ્ઞાનીની છે. કોઈ કહે કે આ નિશ્ચયની વાત વેદાંત જેવી લાગે છે તો તેના અહીં નિષેધ કરે છે. આત્મા સર્વવ્યાપક છે એમ માનનારની વાત સાચી નથી. બધા આત્માઓ જાતિ અપેક્ષાએ સમાન છે. પણ બધા મળીને એક આત્મા નથી.
અહીં કહે છે કે જડની ક્રિયાને ચેતન કરતું નથી અને ચેતનની રાગદ્વેષની ક્રિયા કે જ્ઞાનની ક્રિયાને કર્મનો ઉદય કરતો નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયાનો કર્તા માને છે તે જૈન નથી, મિથ્યાદષ્ટિ છે. ઘાતકર્મોનો અરિહંત ભગવાને નાશ કર્યો અને જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનનો ઘાત કરે છે ઈત્યાદિ કથન નિમિત્તનાં વ્યવહારનયનાં છે. વસ્તુ સ્વરૂપ તેમ નથી. પદ્રવ્ય શું જ્ઞાનના ઘાતની ક્રિયા કરી શકે? આત્મા શું કર્મનો નાશ કરી શકે? ના, બીલકુલ નહિ.
પ્રવચનસાર ગાથા ૧૬ની ટીકામાં ઘાતકર્મના બે પ્રકાર કહ્યા છે-દ્રવ્યઘાતી અને ભાવશાતી. પોતાની પર્યાય તે ભાવઘાતી છે અને દ્રવ્યઘાતી તો નિમિત્ત છે. ભાવઘાતી (કર્મ) પર્યાયનો ઘાત કરે છે ત્યારે કર્મબંધન થાય છે. તે જડકર્મની અવસ્થા આત્મા કરતો નથી. કેવળજ્ઞાન થાય ત્યારે જીવ ઘાતકર્મોનો નાશ કરે છે એ વાત યથાર્થ નથી. જીવ કેવળજ્ઞાનની ક્રિયા કરે અને ઘાતકર્મોના નાશની પણ ક્રિયા કરે તો બે ક્રિયાનો કર્તા થઈ જાય. પણ એમ છે નહિ. ભાઈ આ અતિ ગંભીર અને સૂક્ષ્મ વાત છે.
બાપુ! હું શું કરી શકું અને શું ના કરી શકું એની પણ જેને ખબર નથી તેને આત્મઅનુભવ કેમ થાય? અહીં તો અતિ સ્પષ્ટ કહે છે કે બે ભિન્ન દ્રવ્યોની ક્રિયાનું કર્તા એક દ્રવ્યને માને તે ભગવાન જિનેન્દ્રદેવના મતથી બહાર છે; તેને સમ્યગ્દર્શન નથી. દુકાનના થડે બેસીને મનમાં અભિમાન કરે કે મેં વેપાર-ધંધાનો રાગ પણ કર્યો અને દુકાનના વેપારની બાહ્ય પ્રવૃત્તિ પણ કરી તો તે મિથ્યાદષ્ટિ છે.
ગૌતમ ગણધર પધાર્યા તો ભગવાનની દિવ્યધ્વનિ છૂટી એમ છે જ નહિ. ગૌતમ ભગવાનને ઈન્દ્ર પહેલાં ઉપસ્થિત કેમ ન કર્યા? ત્યાં કહ્યું કે કાળલબ્ધિ વિના ઈન્દ્ર તેમને લાવવા સમર્થ નથી. સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા ૨૨૦૦ વર્ષ પુરાણો ગ્રંથ છે. સમયસારથી પણ પહેલાંનો જૂનો ગ્રંથ છે. છયે દ્રવ્યો જે અનંત છે તે પ્રત્યેકની સમય સમયની જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #237
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
રર૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ પર્યાય થવાની હોય તે તે ક્ષણે થાય તે એની કાળલબ્ધિ છે એમ તેમાં કહ્યું છે. પ્રવચનસાર, શેય અધિકારની ગાથા ૧૦૨માં પ્રત્યેક દ્રવ્યની સમય સમયની પર્યાયની જન્મક્ષણની વાત કહી છે. જે સમયે જે પર્યાય થવાની હોય તે થાય તે એની જન્મક્ષણ છે. ત્યાં ગાથા ૯૯માં પણ કહ્યું છે કે દરેક પર્યાય પોતાના સ્વઅવસરે થાય છે, આગળપાછળ નહિ. મોતીના હારનું દષ્ટાંત આપી ત્યાં સમજાવ્યું છે કે –જ્યાં જ્યાં જે જે મોતી છે ત્યાં ત્યાં પોતાના સ્થાનમાં છે, આગળપાછળ નથી. તેમ આત્મામાં અને જડમાં ક્રમસર જે જે પર્યાય જે સમયે થવાની હોય તેજ તે સમયે થાય છે. મોતી આગળપાછળ થતાં નથી તેમ દ્રવ્યની પ્રત્યેક પર્યાય આગળપાછળ થતી નથી. આવું વસ્તુસ્વરૂપ છે.
યોગથી કંપનની ક્રિયા થાય અને પ્રકૃતિ-પ્રદેશ બંધ થાય એમ બે ક્રિયા એક દ્રવ્ય કરે એમ બનતું નથી. યોગથી પ્રકૃતિ-પ્રદેશ બંધ થાય છે અને કષાયથી સ્થિતિ-અનુભાગ બંધ થાય છે એ બધાં નિમિત્તનાં કથન છે. કર્મનું સંક્રમણ થાય તે તેની પોતાની યોગ્યતાથી થાય છે, આત્માથી થતું નથી. કેવળજ્ઞાન થાય ત્યારે ઘાતકર્મોની કર્મઅવસ્થા બદલી અકર્મરૂપ અવસ્થા થાય તે પોતાથી થાય છે, તે ક્રિયા આત્મા કરતો નથી.
અરે ! ભગવાન! અત્યારે તો આનાથી આ થાય અને આનાથી તે થાય એવી ગડબડ ઊભી થઈ છે. પણ ભાઈ ! એ માર્ગ નથી. સંતોએ તો સ્વતંત્રતાનો ઢંઢેરો પીટયો છે. અહા ! કેવળજ્ઞાનની પર્યાય તે કાળે પોતાથી ઉત્પન્ન થવાની હતી તે પોતાના કારણે ઉત્પન્ન થઈ છે. મોક્ષમાર્ગના કારણે મોક્ષની પર્યાય થઈ છે એમ પણ નથી. મોક્ષમાર્ગનો વ્યય થવાનો ક્રમ હતો અને તે જ સમયે મોક્ષપર્યાયનો પ્રગટ થવાનો ક્રમ હતો. ત્યાં મોક્ષપર્યાય સ્વતંત્રપણે થઈ છે. શાસ્ત્રમાં એમ આવે કે પૂર્વની પર્યાય પછીની પર્યાયનું ઉપાદાન છે, એનો અર્થ શું? પૂર્વપર્યાયનો વ્યય થઈને વર્તમાન પર્યાય પ્રગટ થઈ છે તે સ્વતંત્રપણે થઈ છે. જૈનતત્ત્વમીમાંસામાં બહુ સારું સ્પષ્ટીકરણ કર્યું છે. પૂર્વની પર્યાયનો વ્યય થઈ પછીની પર્યાય પ્રગટી છે તે કાર્ય છે અને પૂર્વની પર્યાય તેનું કારણ છે-એ વ્યવહારનયનું કથન છે. બાકી તો જે દ્રવ્યની જે પર્યાય જે સમયે થવાની હોય તે પોતાના પકારકના પરિણમનથી થાય છે. તે પર્યાય દ્રવ્ય-ગુણથી થઈ નથી, પર નિમિત્તથી થઈ નથી અને પૂર્વપર્યાયના કારણે પણ થઈ નથી. આવો સ્વતંત્રતાનો માર્ગ છે!
જે કાળે જે પર્યાય થવાની હોય તે કાળે તે જ થાય એવો નિર્ણય કોને થાય? કે જે પોતાના જ્ઞાયકસ્વભાવની સન્મુખ થાય તેને આવો યથાર્થ નિર્ણય થાય છે.
એક પ્રશ્ન થયેલો કે ભગવાને જોયું છે તે પ્રમાણે ભવ ઘટશે, આપણે શું કરી શકીએ ? અરે ભાઈ ! ભગવાને જોયું છે એમ થશે એવો નિર્ણય કોણે કર્યો? જે કેવળજ્ઞાનની એક સમયની પર્યાયની સત્તાનો પોતાના જ્ઞાનમાં સ્વીકાર કરે તેને સ્વસમ્મુખતા થાય છે અને તેને ભવ હોતો નથી. ભગવાને તેના ભવ જોયા નથી. કેવળજ્ઞાનીએ જોયું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #238
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૫ ]
| [ ૨૨૭ છે તે પ્રમાણે થશે એ વાત તો પછી, જગતમાં કેવળજ્ઞાનની સત્તાનો તને સ્વીકાર છે? પ્રભુ! એ સત્તાનો સ્વસમ્મુખ થઈને સ્વીકાર નથી ત્યાં સુધી કેવળીને જોયું તેમ ભાવ ઘટશે એ વાત જ રહેતી નથી. ભગવાન ત્રણકાળ ત્રણલોકને જાણે છે એ તો વ્યવહારનું કથન છે. ખરેખર તો તે પોતાની પર્યાયને જાણે છે જેમાં ત્રણકાળ ત્રણલોક જણાય છે.
જે એક સમયની પર્યાયમાં ત્રણકાળ ત્રણલોક પ્રતિભાસે, જેમાં અનંતા કેવળી જણાય તે પર્યાયનું સામર્થ્ય કેટલું? આવા અનંત અનંત સામર્થ્યયક્ત કેવળજ્ઞાનનો જેણે સ્વીકાર કર્યો તે પર્યાય અલ્પજ્ઞ છે અને સર્વજ્ઞ છે તે પર છે. કેવળજ્ઞાનનો સ્વીકાર અલ્પજ્ઞ પર્યાય કે પર સર્વજ્ઞની સામું જોવાથી થતો નથી. તો તેની સત્તાનો સ્વીકાર કેવી રીતે થાય? કે જ્યારે શુદ્ધ ચૈતન્યસ્વભાવમય નિજ જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈ તેની દષ્ટિ થાય ત્યારે તેનો યથાર્થ સ્વીકાર થાય છે અને તે અનંતો પુરુષાર્થ છે. અહાહા...! કેવળજ્ઞાનની પર્યાય જેને પોતાના જ્ઞાનમાં બેઠી તેની દષ્ટિ સ્વભાવસમ્મુખ હોય છે. પ્રવચનસારની ગાથા ૮Oમાં કહ્યું છે કે જે અરિહંતને દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે છે તેને આત્માની સન્મુખ લક્ષ થઈને મોહનો ક્ષય થાય છે.
અહાહા..! જે પર્યાયમાં ત્રિકાળવર્તી અનંતા સિદ્ધો અને કેવળીઓ પ્રત્યક્ષ જણાય એ કેવળજ્ઞાનની પરમ અદ્દભુત તાકાત છે. એની શું વાત ! તેનો સ્વીકાર કરતાં દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે અને તેમાં સ્વભાવસમ્મુખતાનો અનંત પુરુષાર્થ આવી જાય છે. ત્યાં એક સમયમાં પાંચેય સમવાય-સ્વભાવ, નિયત, કાળ, પુરુષાર્થ અને નિમિત્ત-એમ પાંચેય સમવાય હોય જ છે. કાર્યસિદ્ધિમાં પાંચેય સમવાય હોય છે.
ગજસુકુમાર ભગવાન પાસે વાણી સાંભળવા ગયેલા. હાથીના તાળવા જેવું એમનું કોમળ શરીર હતું. ભગવાનની વાણી સાંભળીને બોલ્યા “પ્રભુ! હું દીક્ષા અંગીકાર કરવા માગું છું.” દીક્ષા ધારણ કરીને દ્વારિકાના સ્મશાનમાં ધ્યાન કરવા લાગ્યા. ત્યાં જે કન્યા સાથે સગપણ થયેલું તેનો પિતા આવી ઉપસર્ગ કરવા લાગ્યો. માથા ઉપર માટીની પાળ કરી અંદર ધગધગતા અંગારા ભર્યા. મુનિરાજ સ્વરૂપના ધ્યાનમાં એટલા લીન થઈ ગયા કે ઉપસર્ગ ટળીને ત્યાં કેવળજ્ઞાન પામી મોક્ષ પધાર્યા. જુઓ પુરુષાર્થની ગતિ! ભગવાનની વાણીમાં પુરુષાર્થની વાત આવી છે. પુરુષાર્થહીનતાની વાત કરે તે ભગવાનનો માર્ગ નથી. અહીં પણ કહે છે કે એક દ્રવ્ય બે દ્રવ્યોની ક્રિયાને કરે એ માન્યતા ભગવાનનો માર્ગ નથી. એ તો સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છે.
એક પરમાણુ બીજા પરમાણુનું કાર્ય ન કરે, કેમકે બે દ્રવ્ય વચ્ચે અત્યતાભાવ છે. એક પરમાણુ બીજા પરમાણુને સ્પર્શતોય નથી. શાસ્ત્રમાં આવે છે કે ચાર ગુણ ચિકાશવાળો પરમાણુ છ ગુણ ચિકાશવાળા સાથે ભળે તો તે બદલીને છ ગુણ ચિકાશ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #239
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ થઈ જાય છે. પણ એ તો નિમિત્તનું કથન છે. ચાર ગુણ ચિકાશવાળો છ ગુણ ચિકાશરૂપે પરિણમે તે પોતાથી સ્વતંત્ર પરિણમે છે. છૂટો પરમાણુ જે સૂક્ષ્મ પરિણમ્યો છે તે સ્થૂળ સ્કંધમાં ભળે ત્યાં સ્થૂળ થઈ જાય છે તે પોતાના કારણે સ્થૂળ થાય છે, સંયોગને લીધે સ્થૂળ થાય છે એમ છે જ નહિ. અહાહા..બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે એમ માનવું એ જિનમત નથી. આવી વાત છે. લ્યો, ૮૫ ગાથા પૂરી થઈ. [ પ્રવચન નં. ૧૪૪ શેષ, ૧૪૫, ૧૪૬, ૧૪૭ ચાલુ * દિનાંક ૨-૮-૭૬ થી ૫-૮-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #240
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૮૬
कुतो द्विक्रियानुभावी मिथ्यादृष्टिरिति चेत्
जम्हा दु अत्तभावं पोग्गलभावं च दो वि कुव्वंति । तेण दुमिच्छादिट्ठी दोकिरियावादिणो हुंति ।। ८६ ।।
यस्मात्त्वात्मभावं पुद्गलभावं च द्वावपि कुर्वन्ति।
तेन तु मिथ्यादृष्टयो द्विक्रियावादिनो भवन्ति ।। ८६ ।।
હવે ફરી પુછે છે કે બે ક્રિયાનો અનુભવ કરનાર પુરુષ મિથ્યાદષ્ટિ કઈ રીતે છે? તેનું સમાધાન કરે છે:
જીવભાવ, પુદ્ગલભાવ-બન્ને ભાવને જેથી કરે,
તેથી જ મિથ્યાદષ્ટિ એવા ઢિક્રિયાવાદી ઠરે. ૮૬.
ગાથાર્થ:- [યસ્માત્ તુ] જેથી [ઞાત્મભાવ] આત્માના ભાવને [7] અને [પુ।નમાવું] પુદ્દગલના ભાવને- [ૌ ઞપિ] બન્નેને [ર્વતિ] આત્મા કરે છે એમ તેઓ માને છે [તેન તુ] તેથી [બ્રિયિાવાવિત્ત: ] એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા [ મિથ્યાદદય: ] મિથ્યાદષ્ટિ [ભવન્તિ ] છે.
ટીકા:- નિશ્ચયથી દ્વિક્રિયાવાદીઓ (અર્થાત્ એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા) આત્માના પરિણામને અને પુદ્દગલના પરિણામને પોતે (આત્મા) કરે છે એમ માને છે તેથી તેઓ મિથ્યાદષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે. એક દ્રવ્ય વડે બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા ન પ્રતિભાસો. જેમ કુંભાર ઘડાના સંભવને અનુકૂળ પોતાના (ઇચ્છારૂપ અને હસ્તાદિકની ક્રિયારૂપ ) વ્યાપારપરિણામને (-વ્યાપારરૂપ પરિણામને) -કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો પ્રતિભાસે છે, પરંતુ ઘડો કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ (તે કુંભાર) પોતાના વ્યાપારને અનુરૂપ એવા માટીના ઘટ-પરિણામને (ઘડારૂપ પરિણામને ) -કે જે માટીથી અભિન્ન છે અને માટીથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો પ્રતિભાસતો નથી; તેવી રીતે આત્મા પણ અજ્ઞાનને લીધે પુદ્દગલકર્મરૂપ પરિણામને અનુકૂળ પોતાના પરિણામને-કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેનેકરતો પ્રતિભાસો, પરંતુ પુદ્દગલના પરિણામને કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ (તે આત્મા ) પોતાના પરિણામને અનુરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #241
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩) ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ (કાર્યો) यः परिणमति स कर्ता य: परिणामो भवेत्तु तत्कर्म। या परिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया।। ५१।।
(મા ) एक: परिणमति सदा परिणामो जायते सदैकस्य।
एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः।। ५२।। એવા પુદ્ગલના પરિણામને-કે જે પુદ્ગલથી અભિન્ન છે અને પુદ્ગલથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો ન પ્રતિભાસો.
ભાવાર્થ- આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો; પુદ્ગલના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો. આત્માની અને પુદગલની બન્નેની ક્રિયા એક આત્મા જ કરે છે. એમ માનનારા મિથ્યાષ્ટિ છે. જડ-ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય-એ મોટો દોષ ઊપજે.
હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [૫: પરિણમતિ સ વર્તા] જે પરિણમે છે તે કર્તા છે, [ ૫: પરિણામ: ભવેત્ તત્ ર્મ] (પરિણમનારનું) જે પરિણામ છે તે કર્મ છે [1] અને [યા પરિતિઃ સT. ક્રિયા] જે પરિણતિ છે તે ક્રિયા છે; [ ત્રયમ્ fu] એ ત્રણેય, [વસ્તુતયા મિન્ન ન] વસ્તુપણે ભિન્ન નથી.
ભાવાર્થ:- દ્રવ્યદૃષ્ટિએ પરિણામ અને પરિણામીનો અભેદ છે અને પર્યાયદષ્ટિએ ભેદ છે. ભેદદષ્ટિથી તો કર્તા, કર્મ અને ક્રિયા ત્રણ કહેવામાં આવે છે પણ અહીં અભેદદષ્ટિથી પરમાર્થ કહ્યો છે કે કર્તા, કર્મ અને ક્રિયા-ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે, પ્રદેશભેદરૂપ જુદી વસ્તુઓ નથી. પ૧.
ફરી પણ કહે છે કે
શ્લોકાર્થઃ- [ 5: પરિણામતિ સા] વસ્તુ એક જ સદા પરિણમે છે, [ ૨ સર્વે પરિણામ: નીયતે] એકના જ સદા પરિણામ થાય છે (અર્થાત એક અવસ્થાથી અન્ય અવસ્થા એકની જ થાય છે) અને [Sચ પરિણતિ: ચો] એકની જ પરિણતિ-ક્રિયા થાય છે; [ યત:] કારણ કે [ગનેન્ પિ મ વ] અનેકરૂપ થવા છતાં એક જ વસ્તુ છે, ભેદ નથી.
ભાવાર્થ- એક વસ્તુના અનેક પર્યાયો થાય છે, તેમને પરિણામ પણ કહેવાય છે અને અવસ્થા પણ કહેવાય છે. તેઓ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજનાદિકથી જુદા જુદા પ્રતિભાસે છે તોપણ એક વસ્તુ જ છે, જુદા નથી; એવો જ ભેદભેદસ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. પર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #242
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૬ ]
[ ૨૩૧ | (માર્યા) नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत। उभयोर्न परिणतिः स्वाद्यदनेकमनेकमेव सदा।। ५३।।
(आर्या नैकस्य हि कर्तारौ द्वौ स्तो वे कर्मणी न चैकस्य। नैकस्य च क्रिये द्वे एकमनेकं यतो न स्यात्।।५४ ।।
( शार्दूलविक्रीडित आसंसारत एव धावति परं कुर्वेऽहमित्युच्चकै१र्वारं ननु मोहिनामिह महाहङ्काररूपं तमः। तद्भूतार्थपरिग्रहेण विलयं यद्येकवारं व्रजेत्
तत्किं ज्ञानधनस्य बन्धनमहो भूयो भवेदात्मनः।। ५५ ।। વળી કહે છે કે -
શ્લોકાર્થઃ- [ ન હમ પરિણમત: ] બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી, [૩મયો: પરિમ: પ્રનીયેત] બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી અને [૩મયો: પરિણતિ: ન ચાર્] બે દ્રવ્યોની એક પરિણતિ-ક્રિયા થતી નથી; [ ] કારણ કે [ગનેન્ ા અનેરુમ્ વ ] અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ છે, પલટીને એક થઈ જતાં નથી.
ભાવાર્થ- બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે, પ્રદેશભેદવાળી જ છે. બન્ને એક થઈને પરિણમતી નથી, એક પરિણામને ઉપજાવતી નથી અને તેમની એક ક્રિયા હોતી નથીએવો નિયમ છે. જો બે દ્રવ્યો એક થઈને પરિણમે તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય. પ૩.
ફરી આ અર્થને દઢ કરે છેઃ
શ્લોકાર્થઃ- [9ચ દિ જો વર્તારો ન સ્ત:] એક દ્રવ્યના બે કર્તા ન હોય, [૨] વળી [ ભ્ય મળી ન] એક દ્રવ્યનાં બે કર્મ ન હોય [૨] અને [ ચ કે ક્રિયે ન] એક દ્રવ્યની બે ક્રિયા ન હોય; [ યત: ] કારણ કે [ { નવરું ચાર્] એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ.
ભાવાર્થ- આ પ્રમાણે ઉપરના શ્લોકોમાં નિશ્ચયનયથી અથવા શુદ્ધદ્રવ્યાર્થિકનયથી વસ્તુસ્થિતિનો નિયમ કહ્યો. ૫૪.
આત્માને અનાદિથી પરદ્રવ્યના કર્તાકર્મપણાનું અજ્ઞાન છે તે જો પરમાર્થનયના ગ્રહણથી એક વાર પણ વિલય પામે તો ફરીને ન આવે, એમ હવે કહે છે:
શ્લોકાર્થ- [ફુદ] આ જગતમાં [ મોહિનાન] મોહી (અજ્ઞાની) જીવોનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #243
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩ર ]
પ્રવચન ૨નોકર ભાગ-૪ (અનુકુમ ) आत्मभावान्करोत्यात्मा परभावान्सदा परः।
आत्मैव ह्यात्मनो भावाः परस्य पर एव ते।।५६ ।। ‘[ પર કદમ પૂર્વે ] પરદ્રવ્યને હું કરું છું' [ રૂતિ મદદટ્ટાર તમ: ] એવા પરદ્રવ્યના કર્તુત્વના મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકાર- [નનું ૩: ૩૨ ] કે જે અત્યંત દુર્નિવાર છે તે[બારસંસારત: વ વાવતિ] અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. આચાર્ય કહે છે કે: [ ગો] અહો! [ ભૂતાર્થપરિપ્રદેણ ] પરમાર્થનયનું અર્થાત્ શુદ્ધદ્રવ્યાર્થિક અભેદનયનું ગ્રહણ કરવાથી [ પરિ] જો [તતુ વારં વિનય વ્રનેત] તે એક વાર પણ નાશ પામે [17] તો [ જ્ઞાનવનસ્ય માત્મન:] જ્ઞાનઘન આત્માને [ ભૂય:] ફરી [ વન્દન વિરું ભવેત] બંધન કેમ થાય? ( જીવ જ્ઞાનઘન છે માટે યથાર્થ જ્ઞાન થયા પછી જ્ઞાન કયાં જતું રહે? ન જાય. અને જો જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ કયાંથી થાય? કદી ન થાય.)
ભાવાર્થ- અહીં તાત્પર્ય એમ છે કે-અજ્ઞાન તો અનાદિનું જ છે પરંતુ પરમાર્થનયના ગ્રહણથી, દર્શનમોહનો નાશ થઈને, એક વાર યથાર્થ જ્ઞાન થઈને ક્ષાયિક સમ્યકત્વ ઊપજે તો ફરી મિથ્યાત્વ ન આવે. મિથ્યાત્વ નહિ આવતાં મિથ્યાત્વનો બંધ પણ ન થાય. અને મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે? ન જ રહે અર્થાત મોક્ષ જ થાય એમ જાણવું. પ૫.
ફરીને વિશેષતાથી કહે છે –
શ્લોકાર્થઃ- [ માત્મા ] આત્મા તો [ સા ] સદા [ માત્મમાવાન] પોતાના ભાવોને [ રોતિ] કરે છે અને [પર:] પરદ્રવ્ય [પરમાવાન] પરના ભાવોને કરે છે; [ દિ] કારણ કે [ નીત્મન: ભાવ:] પોતાના ભાવો છે તે તો [માત્મા પ્રવ] પોતે જ છે અને [પરચ તે] પરના ભાવો છે તે [પર: gવ ] પર જ છે (એ નિયમ છે.). પ૬.
સમયસાર ગાથા ૮૬: મથાળું હવે ફરી પૂછે છે કે બે ક્રિયાનો અનુભવ કરનાર પુરુષ મિથ્યાદષ્ટિ કઈ રીતે છે? તેનું સમાધાન કરે છે -
* ગાથા ૮૬ : ટીકા ઉપરનું પ્રવચન * “નિશ્ચયથી બ્રિક્રિયાવાદીઓ આત્માના પરિણામને અને પુદ્ગલના પરિણામને પોતે કરે છે એમ માને છે તેથી તેઓ મિથ્યાષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે.'
આત્મા રાગ પણ કરે અને બોલવાની ભાષાની ક્રિયા પણ કરે એમ જે માને તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #244
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૬ ]
| [ ૨૩૩ મિથ્યાદષ્ટિ છે. ભાઈ ! સત્ય સમજવું હોય તેના માટે આ ન્યાયથી –લોજીકથી સિદ્ધ થતી વાત છે. વિષયવાસનાના ભાવ પણ જીવ કરે અને શરીરની અવસ્થા થાય તેને પણ જીવ કરે એમ માને છે પણ એમ છે નહિ. શ્રી મોક્ષમાર્ગપ્રકાશકના ચોથા અધિકારમાં મિથ્યાદર્શનનું સ્વરૂપ સમજાવ્યું છે. ત્યાં અતિ સ્પષ્ટ કહ્યું છે કે- જીવને કપાયભાવ થતાં શરીરની ચેષ્ટા પણ એ કષાયભાવ અનુસાર થઈ જાય છે જેમ ક્રોધાદિક થતાં રક્ત નેત્રાદિ થઈ જાય, હાસ્યાદિક થતાં પ્રફુલ્લિત વદનાદિક થઈ જાય, અને પુરુષવેદાદિ થતાં લિંગકાઠિયાદિ થઈ જાય. હવે એ સર્વને એકરૂપ માની આ એમ માને છે કે એ બધાં કાર્ય હું કરું છું” આ પ્રમાણે નિશ્ચયથી પ્રિક્રિયાવાદી એમ માને છે કે આત્માના પરિણામ અને પુદ્ગલના પરિણામને સ્વયં આત્મા કરે છે. પણ એમ છે નહિ. માટે આવું માનનાર મિથ્યાદષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે.
હવે કહે છે-“એક દ્રવ્ય વડે બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા ન પ્રતિભાસો. જેમ કુંભાર ઘડાના સંભવને અનુકૂળ પોતાના (ઈચ્છારૂપ અને હસ્તાદિકની ક્રિયારૂપ) વ્યાપારપરિણામને-કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો પ્રતિભાસે છે, પરંતુ ઘડો કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ (તે કુંભાર) પોતાના વ્યાપારને અનુરૂપ એવા માટીના ઘટ-પરિણામને -કે જે માટીથી અભિન્ન છે અને માટીથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો પ્રતિભાસતો નથી.'
કુંભાર ઘડાની ઉત્પત્તિને અનુકૂળ છે. તે પોતાની પોતાથી અભિન્ન એવી રાગાદિ ક્રિયા કરે, પણ ઘડાની ક્રિયાને તે કરી શકતો નથી. જુઓ, આ ભેદજ્ઞાનની વાત છે. ઘડો માટીએ કર્યો છે. માટીમાં ઘડો થવાનો કાળ હતો, ઘડાની ઉત્પત્તિની જન્મક્ષણ હતી તો ઘડો માટીમાંથી નીપજ્યો છે; કુંભારે તેમાં કાંઈ કર્યું નથી. સ્ત્રીઓ શીરો બનાવે, હલવો, બનાવે, સેવ બનાવેત્યાં લોકો એમ કહે છે કે બાઈ હોશિયાર હોય એને હળવા હાથે કરે તો સારું બને. અહીં કહે છે કે એ વાત તદ્દન જૂઠી છે. અરે ભાઈ! સેવ બની તે બાઈના હાથથી બની નથી, પાટિયાથી બની નથી અને પાટિયા નીચે જે ખાટલો હોય એનાથી પણ બની નથી. સેવા બનવાની જે ક્રિયા થઈ એમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ–એ છે કે કારક પોતામાં પોતાનાં હોય છે અને એ વડે સેવ બની છે.
- આ ચોખા પાકે છે તે પાણીથી પાકે છે એમ નથી. પાણી પોતાની ઉષ્ણ પર્યાયને કરે અને ચોખાને પકવવાની ક્રિયા પણ કરે એમ બનતું નથી. ચોખામાં પાકવાનો કાળ હતો તો તે પોતાના કાળે પાકીને તૈયાર થયા છે. પાણીથી ચોખા પાકયા છે જ નહિ. અરે, પાણી તો ચોખાને અય્ય નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૪ ]
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
પ્રશ્ન:- શું આવી વાત સોનગઢના બજારમાં ચાલે ?
ઉત્તર:- બજારમાં ન ચાલે તેથી શું? આ તો ભગવાન આત્માના ઘરની વાત છે અને દેવાધિદેવ અરિહંત ભગવાનની કહેલી છે. તે અનુસાર અહીં સ્પષ્ટીકરણ થાય છે. અહીં તો સમય સમયમાં આત્મામાં અને પરમાણુમાં પોતપોતાની થવાવાળી પર્યાયનો પરદ્રવ્ય કર્તા નથી, નિમિત્ત કર્તા નથી એ વાત સિદ્ધ કરે છે. ‘હોતા સ્વયં જગતપરિણામ, જ્ઞાતાદષ્ટા આતમરામ ' એમ અહીં સિદ્ધ કરે છે. પરની ક્રિયા થાય તેનો આત્મા કર્તા નથી અને આત્મામાં જે ક્રિયા થાય તેનો ૫૨ નિમિત્ત કર્તા નથી. આવી વાત છે.
ઘડાની પર્યાય થાય તેમાં કુંભારના પરિણામ અનુકૂળ છે. પણ તે ઘડાના પરિણામ પોતાથી થયા છે. ઘડાની પર્યાય કુંભારના પરિણામથી થઈ છે એમ ત્રણકાળમાં સત્ય નથી. કહ્યું ને કે –કુંભાર ઘડો બનાવવાના અહંકારથી ભરેલો હોવા છતાં તેના વ્યાપારને અનુરૂપ માટીના ઘટ-પરિણામ જે માટીથી અભિન્ન છે અને માટીથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને કુંભાર કરે છે એમ પ્રતિભાસતું નથી. અહાહા...! કુંભાર ઘડો કરે છે એમ પ્રતિભાસતું નથી. નામું લખાય ત્યાં આ હોશિયાર પુરુષ સારા અક્ષરે નામું લખે છે એમ પ્રતિભાસતું નથી. ભાઈ! અક્ષરની પર્યાય અક્ષરથી પોતાથી થઈ છે, અંગુલિથી નહિ, કલમથી નહિ અને આત્માથી ય નહિ જ નહિ. ભગવાન! આવો વીતરાગનો અલૌકિક માર્ગ છે. કોઈની પર્યાયમાં કોઈ અન્યનો અધિકાર નથી.
બંધ અધિકારમાં ત્યાંસુધી વાત કરી છે કે કોઈ ઉપદેશ દેનાર એમ માને કે મારાથી બીજા મોક્ષ પામે તો એમ માનનાર તે મૂઢ છે. જીવના (મુક્તિના) વીતરાગ પરિણામનો જીવ પોતે કર્તા છે. તે પરિણામ પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે. તેને બીજાએ (ઉપદેશકે ) કર્યા છે એમ પ્રતિભાસતું નથી એમ અહીં કહે છે.
આગળ કહે છે– તેવી રીતે આત્મા પણ અજ્ઞાનને લીધે પુદ્દગલકર્મરૂપ પરિણામને અનુકૂળ પોતાના પરિણામને –કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને કરતો પ્રતિભાસો, પરંતુ પુદ્દગલના પરિણામને કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ (તે આત્મા) પોતાના પરિણામને અનુરૂપ એવા પુદ્ગલના પરિણામને-કે જે પુદ્ગલથી અભિન્ન છે અને પુદ્ગલથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો ન પ્રતિભાસો.’
જીવ પોતાના રાગ પરિણામને કરે છે. એ રાગ પુદ્દગલકર્મના બંધનમાં નિમિત્ત છે. પણ તે પુદ્દગલકર્મના પરિણામને જીવ કરે છે એમ નથી. અહીં કહે છે કે જીવ પોતાના પોતાથી અભિન્ન એવા રાગ પરિણામને કરે છે એમ પ્રતિભાસો પણ કર્મબંધનની
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #246
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૬ ]
[ ૨૩૫ પર્યાયને કે જે પુગલથી અભિન્ન છે તેને જીવ કરે છે એમ ન પ્રતિભાસો. આત્મા પુદ્ગલકર્મને બાંધે વા કર્મનો નાશ કરે એમ છે જ નહિ. જીવ પોતાના પરિણામમાં રાગનો નાશ કરીને વીતરાગતા પ્રગટ કરે તે વખતે કર્મનો નાશ થઈ જાય છે, પરંતુ કર્મનાશની તે ક્રિયા આત્માએ કરી એમ નથી.
* ગાથા ૮૬: ભાવાર્થ ઉપરનું પ્રવચન * આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો; પુદ્ગલના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો.” જીવ રાગની ક્રિયાને કરે છે, પણ પરની ક્રિયાને કરતો નથી. શરીર ચાલે ત્યાં અજ્ઞાની માને છે કે હું શરીરને ચલાવું છું. પરંતુ એ તેની વિપરીત માન્યતા છે. શ્રી મોક્ષમાર્ગપ્રકાશકના ચોથા અધિકારમાં મિથ્યાદર્શનનું સ્વરૂપ કહ્યું છે. ત્યાં લખ્યું છે કે – જીવના જ્ઞાનાદિક વા ક્રોધાદિકની અધિકતા-હીનતારૂપ અવસ્થાઓ થાય છે તથા પુદ્ગલ પરમાણુઓની વર્ણાદિ પલટાવારૂપ અવસ્થાઓ થાય છે–તે સર્વને પોતાની અવસ્થા માની તેમાં
આ મારી અવસ્થા છે” એવી મમકારબુદ્ધિ કરે છે વળી જીવને અને શરીરને નિમિત્તનૈમિત્તિક સંબંધ છે તેનાથી જે ક્રિયા થાય છે તેને પોતાની માને છે. પોતાનો સ્વભાવ દર્શન-જ્ઞાન છે, તેની પ્રવૃત્તિને નિમિત્તમાત્ર શરીરનાં અંગરૂપ સ્પર્શનાદિક દ્રવ્ય ઈન્દ્રિયો છે. હવે આ જીવ તે સર્વને એકરૂપ માની એમ માને છે કે-હાથ વગેરે સ્પર્શ વડે મેં પૂછ્યું, જીભ વડે મેં ચાખ્યું, નાસિકા વડે મેં સૂછ્યું, નેત્ર વડે મેં દીઠું, કાન વડે મેં સાંભળ્યું!” ઈત્યાદિ અજ્ઞાનીની વિપરીત માન્યતા છે.
શરીરની ક્રિયા, ખાવાપીવાની ક્રિયા જે થાય તે જડની ક્રિયા જડથી થાય છે. આંખ આમ મટકું મારે તે બધી જડની ક્રિયા જડથી થાય છે. પરંતુ અજ્ઞાની માને છે કે તે ક્રિયા મારાથી થાય છે. તેની આ માન્યતા જૂઠ છે. જીભ, કાન આદિ ઈન્દ્રિયો જડ છે. જીભથી સ્વાદ ચાખ્યો અને કાનથી સાંભળ્યું એમ માને તે અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે, કેમકે ઈન્દ્રિયોથી તે જાણતો નથી, જ્ઞાનની પર્યાયથી જાણે છે. જાણવું છે તે જીવની જ્ઞાનપર્યાયથી છે. ઈન્દ્રિયો વડે હું જાણું છું એમ માને તે મિથ્યાત્વ છે. ઈન્દ્રિયો નિમિત્ત છે, પણ નિમિત્તનો અર્થ શું? પરમાં કાંઈ ન કરે એનું નામ નિમિત્ત છે. અહા ! વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે !
પ્રશ્ન:- આવું કોણ માને?
ઉત્તર:- માને, ન માને; પણ વસ્તુસ્થિતિ આ જ છે. જેને સમ્યક્રસ્વરૂપની જિજ્ઞાસા છે તે અવશ્ય માનશે. શરીરથી સ્ત્રીના શરીરને મેં સ્પર્શ કર્યો એમ માને પણ એ તો જડની ક્રિયા છે; જાણનાર તો ત્યાં આત્મા છે, જડ ઈન્દ્રિય નહિ. ભાઈ ! સમયે સમયે જીવને મિથ્યાત્વભાવ કેમ થાય છે એની આ વાત છે. સુગંધને જાણે છે ત્યાં માને છે કે નાસિકા વડ મેં સુંધ્યું. પણ આ શરીર અને ઈન્દ્રિયો તો જડ છે, માટી છે. શું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #247
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
એનાથી તે જાણે છે? ના, આત્મા જ્ઞાનથી જાણે છે; શરીર કે ઈન્દ્રિયોથી જાણતો નથી. અરે ભાઈ! જડ અને ચેતનના બંનેના સ્વભાવ પ્રગટ ભિન્ન છે છતાં અજ્ઞાની માને છે કે નાક વડે મેં સૂંધ્યું, પણ એ જૂઠું છે. વળી દ્રવ્યમન તથા જ્ઞાનને એકરૂપ માની એમ માને છે કે મેં ‘મન વડે જાણ્યું,' પણ સ્મરણ તો જ્ઞાનની પર્યાય છે. તે કાંઈ જડ મનથી થતી નથી. વળી પોતાને બોલવાની ઈચ્છા થાય ત્યારે પોતાના પ્રદેશોને જેમ બોલવાનું બને તેમ હલાવે છે ત્યારે એકક્ષેત્રાવગાહ સંબંધથી શરીરનું અંગ પણ હાલતાં ભાષાવર્ગણારૂપ પુદ્દગલો વચનરૂપ પરિણમે છે; એ બધાને એકરૂપ માની આ એમ માને છે કે ‘હું બોલું છું.' પણ આ બધું એનું અજ્ઞાન છે.
અરે ! અજ્ઞાનીને આ ચોવીસ કલાકની બિમારી છે. આત્મસિદ્ધિમાં આવે છે કે“ આત્મભ્રાન્તિ સમ રોગ નહિ, સદ્દગુરુ વૈદ સુજાણ ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.
સૂક્ષ્મ વાત છે, ભાઈ! લોકોને બહારની જડની ક્રિયામાં પોતાનું કર્તાપણું ભાસે છે તે રોગ છે, બિમારી છે. તે સ્વરૂપની સમજણ વડે જ દૂર કરી શકાય છે.
ત્યારે કોઈ તો વળી એમ કહે છે કે- પરનો કર્તા ન માને તે દિગંબર નથી. અરે ભાઈ! તું શું કહે છે? એમ ન હોય, ભાઈ! જીવ પરનો કર્તા ત્રણ કાળમાં નથી એમ અહીં શ્રેષ્ઠ દિગંબરાચાર્ય સિદ્ધ કરે છે. સમ્યક્દષ્ટિ ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય હોય છે, છન્નુ હજાર રાણીઓ હોય છે. પણ એ તો માને છે કે રાગનો એક ણ પણ મારો નથી. તો બહારના જડ રજકણની ક્રિયા મારી એ વાત પ્રભુ? કયાં કહી ? શ્રેણીક રાજા, ભરત ચક્રવર્તી ક્ષાયિક સમકિતી હતા. તે એમ માનતા કે હું પરની ક્રિયાનો જાણનારો છું, હું તેનો કર્તા નથી. ૫૨નો કર્તા માને તો બે દ્રવ્યોની એકતાબુદ્ધિ થઈ જાય છે તે મોટી મૂળમાં જ ભૂલ છે.
એક ને એક ત્રણ-એમ કહે તો તે મૂળમાં ભૂલ છે. પછી એ ભૂલ આગળ બધે વિસ્તરે છે. તેમ જડકર્મનો હું કર્તા અને શરીરાદિ પરદ્રવ્યની ક્રિયા હું કરું એમ જે માને તેને બે દ્રવ્યની એકતાબુદ્ધિની મૂળમાં ભૂલ છે. તે મિથ્યાદર્શન છે, દુ:ખનો પંથ છે. ભાઈ ! સમ્યગ્દર્શન કોઈ અપૂર્વ ચીજ છે. સમ્યગ્દર્શન થાય તેને ભવનો અંત આવી જાય છે. અનાદિ મિથ્યાત્વની ગાંઠ તોડીને જેણે ૫૨થી ભિન્ન જ્ઞાતાસ્વરૂપ ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદનો અનુભવ કર્યો છે તે સુખના-મોક્ષના પંથે પડયા છે. એ સિવાય આ કારખાનાં જે ચાલે, વેપારની મોટી પેઢીઓ ચાલે-ઈત્યાદિ બધી જડની ક્રિયા થાય તે હું કરું છું એમ જે માને તે મિથ્યાદષ્ટિ છે, તે ભવના પંથે છે, દુઃખના પંથે છે.
મોક્ષમાર્ગપ્રકાશકના ચોથા અધિકારમાં બહુ સરસ વાત કરી છે. ત્યાં કહ્યું છેશરીરનો સંયોગ થવા અને છૂટવાથી જન્મ-મરણ હોય છે-તેને પોતાનાં જન્મ-મરણ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #248
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૬ ]
[ ૨૩૭ માની “હું ઉપજ્યો, હું મરીશ” એમ માને છે. વળી શરીરની જ અપેક્ષાએ અન્ય જીવોથી સંબંધ માને છે. જેમકે -જેનાથી શરીર નીપજ્યું તેને પોતાનાં માતા-પિતા માને છે, શરીરને રમાડે તેને પોતાની રમણી માને છે. શરીર વડે નીપજ્યાં તેને પોતાના દીકરા-દીકરી માને છે, શરીરને જે ઉપકારક છે તેને પોતાનો મિત્ર માને છે તથા શરીરનું બૂરું કરે તેને પોતાનો શત્રુ માને છે. ઈત્યાદિરૂપ તેની માન્યતા હોય છે. ઘણું શું કહીએ? હરકોઈ પ્રકાર વડે પોતાને અને શરીરને તે એકરૂપ જ માને છે.”
આનાથી જુદી જ વાત ત્યાં પ્રવચનસારમાં ચરણાનુયોગ અધિકારમાં આવે છે. દીક્ષા માટે તૈયાર થયેલો વૈરાગ્ય પ્રાપ્ત સમકિતી એમ કહે છે-“અહો આ પુરુષના શરીરની જનનીના આત્મા! આ પુરુષનો આત્મા તમારાથી જનિત નથી એમ નિશ્ચયથી તમે જાણો. તેથી આ આત્માને તમે છોડો. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે આત્મારૂપી જે પોતાનો અનાદિ જનક તેની પાસે જાય છે. અહો આ પુરુષના શરીરની રમણીના આત્મા ! આ પુરુષના આત્માને તું રમાડતો નથી એમ નિશ્ચયથી તું જાણ. તેથી આ આત્માને તું છોડ. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે સ્વાનુભૂતિરૂપ જે પોતાની અનાદિ રમણી તેની પાસે જાય છે.” આવો સમકિતી અને મિથ્યાષ્ટિની માન્યતામાં આસમાન-જમીન જેટલો ફરક છે.
કોઈ મકાનમાં પાંચ-પચીસ વરસ રહે તો અજ્ઞાની માનવા લાગે કે આ મારું મકાન છે. તે મેં બનાવ્યું છે. તેની વૃત્તિ મકાનના આકારે થઈ જાય છે. પણ ભાઈ ! મકાન કોણ બનાવે? આ આગમમંદિર બન્યું તે કોણે બનાવ્યું? એ તો પુદ્ગલોએ બનાવ્યું છે. સંસ્થાનો વહિવટ ચાલે તો કહે કે મારાથી ચાલે છે; પણ એમ છે નહિ. એ તો બધી બોલવાની કથનપદ્ધતિ છે. સંસ્થાનો વહિવટ ચાલે તે આત્મા કરતો નથી. આત્મા તેનું જ્ઞાન કરે, પણ ત્યાં જડની ક્રિયા જે થાય તેને આત્મા કરતો નથી.
જ્ઞાની પરદ્રવ્યને અંતરમાં પોતાનું માનતા નથી. સમકિતીને છ ખંડના રાજ્યનો બહારમાં સંયોગ હોય પણ એ રાજ્યનો હું સ્વામી છું એમ તે માનતા નથી. પહેલાં ૭૩મી ગાથામાં આવી ગયું કે વિકલ્પ દ્વારા પણ એવો નિર્ણય કર કે રાગદ્વેષનો હું સ્વામી નથી. રાગના સ્વામીપણે સદા નહિ પરિણમનારો એવો હું નિર્મમ છું. ભવિષ્યમાં રાગ થશે, પણ એના સ્વામીપણે પરિણમનારો હું નથી. હું તો નિર્મમ છું. સ્ત્રીનો સ્વામી, મકાનનો સ્વામી, રાજ્યનો સ્વામી હું નથી; જ્ઞાની આમ સમજે છે.
બહુ સંપત્તિ હોય તે લખપતિ કહેવાય છે ને. તો શું આત્મા લખપતિ એટલે જડનો પતિ છે? જેમ ભેંસનો પતિ પાડો હોય તેમ જડનો પતિ જડ હોય છે. બાપુ! આત્મા જડનો સ્વામી નથી. પુણ્યનો સ્વામી પોતાને માને તે પણ જડ છે. ૪૭ શક્તિઓમાં છેલ્લી અસ્વામી સંબંધરૂપ શક્તિ છે. ધર્મી માને છે કે હું તો મારા શુદ્ધ દ્રવ્ય-ગુણ અને નિર્મળ પર્યાયનો સ્વામી છું અને તમારું સ્વ છે. રાગનો સ્વામી થાય,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #249
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ પત્નીનો સ્વામી થાય, રાજ્યનો સ્વામી થાય, સંસ્થાનો સ્વામી થાય એ બધા મિથ્યાદષ્ટિ છે. તથા બોલવાની, ચાલવાની, ખાવાની, પીવાની, હરવા-ફરવાની ઈત્યાદિ શરીરની અનેક ક્રિયાઓ થાય ત્યાં જે શરીરની ક્રિયાને અને પોતાને એક માને છે તે મિથ્યાદષ્ટિ છે.
આત્માની અને પુદ્ગલની–બન્નેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યાષ્ટિ છે. જડ-ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય-એ મોટો દોષ ઊપજે. આત્માના પરિણામ અને શરીર, મન, વાણી, પૈસાના પરિણામ જો એક હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય. મારું અસ્તિત્વ પરથી અને પરનું અસ્તિત્વ મારાથી-એમ હોય તો બધાં દ્રવ્યોનો લોપ થઈ જાય એ મોટો દોષ ઉપજે. માટે એમ છે નહિ એમ યથાર્થ સ્વીકારવું. હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૫૧: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘ા: પરિણમતિ : વર્તા' જે પરિણમે છે તે કર્તા છે, “: પરિણામ: ભવેત્ તત્ ' (પરિણમનારનું) જે પરિણામ છે તે કર્મ છે. જે દ્રવ્ય પરિણમન કરનાર છે તે પરિણામનું કર્તા છે. જડના પરિણામનો કર્તા જડ છે. ખાવાપીવાના પરિણમનની ક્રિયાનું કર્તા જડ દ્રવ્ય છે. પરિણમે તે કર્તા છે. આ આંગળી હુલે તે ક્રિયા પુદ્ગલની છે. તેનો આધાર આત્મા નથી. પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયનો આધાર પોતાનો આત્મા છે. પરના પરિણામનો આધાર તે તે પરમાણુ છે. દેહનો આધાર આત્મા છે એમ માને તે જૂઠું છે. લોકો કહે છે કે જીવ છે ત્યાં સુધી શરીર ચાલે. પણ અહીં કહે છે કે શરીરને જીવનો આધાર નથી. શરીર શરીરના આધારે છે; આત્માના આધારે શરીર નથી. ભાઈ ! આત્મા પરનું કાર્ય નથી તેમ આત્મા પરના પરિણામનો કર્તા નથી, કારણ કે જે પરિણમે તે કર્તા છે.
દુનિયા આવું માને છે કે હોશિયાર માણસ દુકાનના થડે બેસે તો વેપાર-ધંધા સારા ચાલે છે. અહીં કહે છે કે વેપારની ક્રિયા થાય તેનો કર્તા આત્મા નથી, કેમકે આત્મા વેપારની ક્રિયારૂપ પરિણમતો નથી. રેલ્વેમાં માલનાં વેગન આવે ત્યાં માલનાં રજકણો પોતાની ક્રિયાવતી શક્તિથી કાર્ય કરે છે. રેલના ડબાના કારણે તે માલ આવ્યો છે એમ નથી. માલની ક્રિયા માલમાં અને ડબાની ક્રિયા ડબામાં પોતપોતાના કારણે સ્વતંત્ર થાય છે. આત્મા તો તેનો જાણનાર છે, કર્તા નથી. તે પણ ખરેખર પરને જાણતો નથી પણ પરસંબંધીનું પોતાનું જ્ઞાન થયું તેને જાણે છે. સમયસાર ગાથા ૭પમાં આવી ગયું કે રાગ થાય તેનું જે જ્ઞાન થયું તે જ્ઞાન રાગનું નથી પણ તે જ્ઞાન પોતાનું છે. આત્મા પોતાને જાણે છે. ત્યાં સામે જેવી ચીજ છે. તેવું અહીં જ્ઞાન થયું તે જ્ઞાન પોતાથી થયું છે. રાગ અને શરીર છે તો તેના કારણે જ્ઞાન થયું છે એમ નથી. તે ચીજ સંબંધીના જ્ઞાનની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #250
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૬ ]
[ ૨૩૯
ઉત્પત્તિ કાળમાં આત્મા જ્ઞાનના સ્વપ૨પ્રકાશક સ્વભાવના કા૨ણે ૫૨ને પણ જાણે છે જ્ઞાનમાં પરને પ્રકાશવાનું સામર્થ્ય પ૨ને લઈને નથી.
અહીં કહે છે કે જે પરિણમે છે તે કર્તા છે. આ શરીર પરિણમિત થાય તેનો કર્તા શરીર છે. ૫૨ જીવની દયા પાળવાના ભાવ થાય તે જીવનું પરિણમન છે અને તેનો કર્તા જીવ છે. અને તે દયાના પરિણામ કર્મ છે.
પરિણમે તે કર્તા છે અને પરિણામ કર્મ છે; કર્મ એટલે કાર્ય છે. ‘તુ' અને ‘યા પરિગતિ સા ક્રિયા' જે પરિણતિ છે તે ક્રિયા છે. પ્રથમની પર્યાય પલટીને વર્તમાન પર્યાય થઈ તે ક્રિયા છે. ‘ત્રયમ્ જ્ઞપિ' એ ત્રણેય ‘વસ્તુતયા મિત્રમ્ ન' વસ્તુપણે ભિન્ન નથી. પર્યાયદષ્ટિથી ત્રણ ભેદ પડે છે, વસ્તુપણે ભેદ નથી. સમયસાર કળશટીકાના ૪૯મા શ્લોકમાં તો એમ કહ્યું છે કે દ્રવ્ય કર્તા અને તેના પરિણામ એ તેનું કર્મ એ પણ ઉપચારથી છે. અને દ્રવ્ય પ૨નો કર્તા તો ઉપચારથી પણ નથી., વ્યવહા૨થી પણ નથી. પોતાના જ્ઞાન પરિણામ તે કાર્ય અને તેનો કર્તા આત્મા એવો ભેદ ઉપચાર છે. નિશ્ચયથી તો પરિણામ અને પરિણામી અભેદ છે.
અહીં તો પરથી ભિન્ન પાડવાની વાત છે એટલે એમ કહ્યું કે જે પરિણમે છે તે કર્તા અને જે પરિણામ છે તે કર્મ છે. ખરેખર તો જે પરિણમે છે તે પર્યાય છે, દ્રવ્ય તેનું કર્તા નથી. પરિણતિનો કર્તા પરિણતિ પોતે છે, કેમકે એક સમયમાં જે પરિણતિ થઈ તે પોતાના ષટ્કારકથી થઈ છે. પરિણતિ થઈ તે દ્રવ્ય-ગુણના આલંબનથી થઈ નથી, પરના આલંબનથી પણ થઈ નથી. શુદ્ધ પરિણતિ હો કે અશુદ્ધ પરિણતિ હો, તે સમય સમયના પોતાના ષટ્કારથી થાય છે. તે ક્રિયાનું કારણ દ્રવ્ય નથી. પરિણતિનું ઉપાદાન કારણ પરિણતિ પોતે છે; પરિણતિ ધ્રુવથી થઇ છે એમ નથી. પરિણતિ પરિણતિથી થઈ છે.
અહા! પરિણમે તે કર્તા, પરિણામ તે કર્મ અને પરિણતિ તે ક્રિયા-એમ ત્રણ ભેદ પાડવા તે ઉપચાર છે. ત્યારે લોકો વ્રત, તપ, ભક્તિ અને બ્રહ્મચર્ય પાળવું એમાં ધર્મ માને છે, પરંતુ એ માન્યતા તો મિથ્યાત્વ છે. વ્રતાદિ છે તે આસ્રવ છે. આસ્રવનું પાલન કરવું તે મિથ્યાત્વ છે. રાગને પાળવો-રાગની રક્ષા કરવી તે મિથ્યાત્વ છે. વર્તમાનમાં આ બધી ખૂબ ગડબડ ચાલે છે. પણ ભાઈ! તત્ત્વ તો આ છે. પરિણતિ તે ક્રિયા, પરિણમે તે કર્તા અને પરિણામ તે કર્મ– એ ત્રણેય વસ્તુ છે, વસ્તુથી ભિન્ન નથી.
૫૨નું કાર્ય પોતાથી થાય અને પોતાનું કાર્ય પરથી થાય એ વસ્તુસ્વરૂપ નથી. કહે છે ને કે ખેડૂતો ખેતીનાં કામ કરે છે; પણ એમ છે નહિ. ખેતીનાં કામ તો એના કારણે થાય છે, જીવથી તે થતાં નથી. ખેતીની પેદાશ જીવ કરે છે એમ છે જ નહિ. આત્મામાં આનંદની ઉત્પત્તિ થાય તે આત્માની પેદાશ છે. ખેતીની પેદાશ કોણ કરે? ખેતીની પેદાશ હું કરું છું એમ માને તે મિથ્યાદષ્ટિ છે, એ દુઃખના ભાવ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #251
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૦ ]
પ્રવચન રત્નાકર ભાગ-૪ *કળશ ૫૧: ભાવાર્થ ઉપરનું પ્રવચન * દ્રવ્યદૃષ્ટિએ પરિણામ અને પરિણામી અભેદ છે, અને પર્યાયદષ્ટિએ ભેદ છે. શુદ્ધ પરિણામ હો કે અશુદ્ધ પરિણામ હો, રાગના પરિણામ હો કે અરાગના પરિણામ હો, દ્રવ્યદૃષ્ટિથી પરિણામ અને પરિણામી અભેદ છે, અને પર્યાયદષ્ટિથી ભેદ છે.
શ્રી પંચાસ્તિકાયની ગાથા ૧૫માં આવે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ આદિ બધા ગુણો ધ્રુવ છે, પરંતુ પર્યાયદષ્ટિએ ગુણો પરિણમે છે એમ કહેવાય છે. દ્રવ્યદૃષ્ટિથી ગુણ ગુણમાં ધ્રુવ છે અને પર્યાયદષ્ટિથી ગુણ પરિણમે છે. આ બધાં પડખાને જાણી યથાર્થ નિર્ણય વડે પર્યાયબુદ્ધિ છોડીને દ્રવ્યબુદ્ધિ કરે તો ક્ષણમાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પર્યાયબુદ્ધિ છે તે મિથ્યાષ્ટિ છે. પ્રવચનસાર ગાથા ૯૩માં કહ્યું છે કે –‘ઘનયમૂઢા હિ પરસમયા’ પર્યાયમૂઢ જીવો પરસમય છે.
ત્યારે કોઈ વાંધો લે છે કે પર્યાય તો પોતાની છે. તેને માને તે મૂઢ કેમ કહેવાય? તેને કહે છે- અરે ભાઈ ! એક સમયની પર્યાયને પોતાનું સ્વરૂપ માને તે પરસમય છે કેમકે પર્યાય જેટલો જ ત્રિકાળી આત્મા નથી. પર્યાય જેટલો આત્માને માને અને ત્રિકાળી દ્રવ્યને ન માને તે પર્યાયમાં મૂઢ છે, તે પરસમય છે, મિથ્યાદષ્ટિ છે. સમકિતી જીવની પ્રશંસા કરતાં નાટક સમયસારમાં બનારસીદાસ કહે છે કે
“સ્વારથકે સાચે પરમારથકે સાચે ચિત્ત,
સાચે સાચે જૈન કહેં સાચે જૈનમતી હૈં, કાહૂકે વિદ્ધિ નહિ પરજાયબુદ્ધિ નાહિ,
આતમગવેષી ન ગૃહસ્થ હૈં ન જતી હૈં. સિદ્ધિ રિદ્ધિ વૃદ્ધિ દીસૈ ઘટમેં પ્રગટ સદા,
અંતરકી લચ્છિસૌ અજાચી લચ્છપતી હૈં દાસ ભગવંતકે ઉદાસ રહેં જગતસૌં,
સુખિયા સદૈવ ઐસે જીવ સમકિતી હૈ.” સમકિતીને પર્યાયબુદ્ધિ હોતી નથી. ધર્માત્મા તો સ્વરૂપના લક્ષના લક્ષપતિ છે. ધનાદિ સંપત્તિના સ્વામી લખપતિ એ વાત નહિ. નિજ ચૈતન્યસ્વરૂપ લક્ષ્મીનું જેને લક્ષ છે તે લક્ષપતિ છે. અજાચી લક્ષપતિ છે એટલે પરથી પોતાનું કાર્ય થાય એમ માનતા નથી. અહાહા..! ગૃહસ્થાશ્રમમાં રહેલા સમકિતી આવા હોય છે. મુનિપણાની તો શી વાત! અહો મુનિપણું! ધન્ય ક્ષણ! ધન્ય અવતાર! મુનિપણું એ તો સાક્ષાત્ ચારિત્રની આનંદદશા ! લોકો સમ્યગ્દર્શન વિના વ્રતાદિ ગ્રહીને ચારિત્ર માને છે, પણ એમાર્ગ નથી.
અહીં કહે છે-દ્રવ્યદૃષ્ટિએ પરિણામ અને પરિણામી અભેદ છે અને પર્યાયદષ્ટિએ ભેદ છે. “ભેદદષ્ટિથી તો કર્તા, કર્મ અને ક્રિયા ત્રણ કહેવામાં આવે છે પણ અહીં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #252
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૬ ]
[ ૨૪૧ અભેદદષ્ટિથી પરમાર્થ કહ્યો છે કે કર્તા કર્મ અને ક્રિયા –ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે, પ્રદેશભેદરૂપ જુદી વસ્તુઓ નથી.” પરના પ્રદેશ ભિન્ન છે અહીં એ અપેક્ષાએ કથન છે. નિશ્ચયથી પર્યાયના પ્રદેશ ભિન્ન કહેવામાં આવે છે. અહીં તો પરના પ્રદેશથી પોતાના પ્રદેશ ભિન્ન સિદ્ધ કરવાની વાત છે.
નિશ્ચયથી તો પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે અને ધ્રુવ દ્રવ્યનું ક્ષેત્ર ભિન્ન છે. જેટલા ક્ષેત્રથી પર્યાય ઊઠે છે એટલું ક્ષેત્ર ધ્રુવથી ભિન્ન ગણવામાં આવ્યું છે. બહુ સૂક્ષ્મ વાત છે, ભાઈ ! પોતાની કેવળજ્ઞાનની પર્યાય, પોતાની સમ્યગ્દર્શનની પર્યાયનું ક્ષેત્ર દ્રવ્યના ક્ષેત્રથી ભિન્ન છે. બે વચ્ચે ભેદ છે. દ્રવ્યનો ધર્મ અને પર્યાયનો ધર્મ બન્ને ભિન્ન છે, સ્વતંત્ર છે. સમયસારના સંવર અધિકારમાં કહ્યું છે કે- વિકલ્પનું ક્ષેત્ર ભિન્ન છે અને સ્વભાવનું ક્ષેત્ર ભિન્ન છે. વિકલ્પ ચીજ ભિન્ન છે અને ભગવાન આત્મા ભિન્ન છે. ત્યાં તો એટલી વાત છે પણ બીજે એમ વાત આવે છે કે નિર્મળ પરિણતિનું ક્ષેત્ર ભિન્ન, તેની શક્તિ ભિન્નઃ પર્યાયનો કર્તા પર્યાય, કર્મ પર્યાય, સાધન પર્યાય અને તેનો આધાર પણ તે પર્યાય. અહો ! આવું અતિ સૂક્ષ્મ ભેદજ્ઞાનનું સ્વરૂપ છે. સમયસાર કળશ ૧૩૧ માં કહ્યું છે કે
મેવવિજ્ઞાનતઃ સિદ્ધા: સિક્કા યે છિન વોવના
સર્ચવામાવત: ઉદ્ધા વલ્લા વિરુન વોવના” જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; જે કોઈ બંધાયા છે તે એના જ અભાવથી બંધાયા છે. ભેદજ્ઞાનના અભાવથી બંધાયા છે એમ કહ્યું છે પણ કર્મના કારણે બંધાયા છે એમ નથી કહ્યું. તેમ વ્યવહારના રાગથી સિદ્ધપદ પામ્યા છે એમ નથી પણ એનાથી ભિન્નપણાનું ભેદજ્ઞાન કરીને મુક્તિ પામ્યા છે.
લોકોને સત્ય વાત સાંભળવા મળી નથી એટલે “ચોર કોટવાલને દંડે” એ ન્યાયે સત્ય વાતને જૂઠી ઠરાવવા લાગ્યા છે; શું થાય? અહીં કહે છે કે –અજ્ઞાનભાવે વિકારના પરિણામનો કર્તા આત્મા છે અને જ્ઞાનભાવે સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયનો કર્તા આત્મા છે. કર્તા અને કર્મ બે ભિન્ન પાડવા તે ભેદકથન છે, ઉપચાર છે. પર્યાયનો કર્તા આત્મા અને પર્યાય એનું કર્મ એમ ભેદ કરવો તે ઉપચાર છે. આત્મા રાગનો કર્તા અને પરનો કર્તા-એ તો ક્યાંય રહી ગયું. ભાઈ ! આવો ભેદજ્ઞાનનો અતિ સૂક્ષ્મ માર્ગ છે.
અહાહા...! એ ભેદજ્ઞાનનું ફળ શું? તો કહે છે અનંત જ્ઞાન અને અનંત આનંદ પર્યાયમાં પ્રગટે તે એનું ફળ છે. શ્રીમદે કહ્યું છે ને કે
સાદિ અનંત અનંત સમાધિ સુખમાં” ભેદજ્ઞાનના ફળમાં સાદિ, અનંતકાળ જીવ અનંત સુખ-સમાધિદશામાં રહેશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #253
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨ ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૪ ભૂતકાળથી ભવિષ્યનો કાળ અનંતગુણો અધિક છે. તે અનંતકાળ પર્યત જીવ અનંત સુખમાં સમાધિસ્થ રહશે એ ભેદજ્ઞાનનું ફળ છે. અહો ભેદજ્ઞાન !
પ્રશ્ન:- વ્યવહારને મુક્તિનું સાધન કહ્યું છે ને?
ઉત્તર:- હા, પણ એ ઉપચારથી કહ્યું છે. અને તે કથન અજ્ઞાનીના રાગને લાગુ પડતું નથી. જેને નિશ્ચયના ભાનપૂર્વક અભેદરત્નત્રય પ્રગટ થયેલ છે તે જ્ઞાનીને જે ભેદરત્નત્રયનો વિકલ્પ સહુચરપણે છે તેને આરોપ આપીને વ્યવહારથી સાધન કહ્યો છે. ભેદરત્નત્રયના રાગનો અભાવ કરીને મુક્તિ પામશે એ અપેક્ષાએ તેને પરંપરા કારણ કહ્યું છે. બાકી વ્યવહારથી પરંપરા મુક્તિ થશે એ વ્યવહારનયનું કથન છે અને તે અસત્યાર્થ છે.
મુક્તિનું સાક્ષાત્ કારણ તો અભેદરત્નત્રય છે કેમકે અભેદરત્નત્રયની પર્યાયનો વ્યય થઈ કેવળજ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે. ખરેખર તો અભેદરત્નત્રયથી કેવળજ્ઞાન થયું એમ કહેવું એ પણ વ્યવહાર છે. તથા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને તેનું કારણ કહેવું એ પણ ઉપચાર છે. કેવળજ્ઞાનની પર્યાયનું વાસ્તવિક કારણ કેવળજ્ઞાનની પર્યાય જ છે, દ્રવ્ય-ગુણ નહિ, પૂર્વની અભેદરત્નત્રયની પર્યાય પણ નહિ અને ભેદરત્નત્રયનો રાગ પણ નહિ. બહુ ઝીણી વાત, પ્રભુ! ભરતક્ષેત્રમાં ભગવાનની ગેરહાજરી છે અને લોકો વ્યવહારથી ધર્મ થાય એમ માનવા લાગ્યા છે. શું થાય ભાઈ ? સંતોનો અને વીતરાગનો એ અભિપ્રાય નથી.
અહીં કહે છે-કર્તા, કર્મ ક્રિયા-ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે, પ્રદેશભેદરૂપ જુદી વસ્તુ નથી. અસંખ્ય પ્રદેશમાં પર્યાય ઉત્પન્ન થાય છે, પ્રદેશભેદ નથી. બીજે એમ આવે છે કે પર્યાયનું ક્ષેત્ર ભિન્ન અને ધ્રુવનું ક્ષેત્ર ભિન્ન છે. એ તો દ્રવ્ય-પર્યાયની પરસ્પર ભિન્નતાની વાત છે. ધર્મ અને ધર્મી બન્ને નિરપેક્ષ છે એમ સિદ્ધ કરવાની વાત છે. પરંતુ
અહીં તો સ્વદ્રવ્ય-પદ્રવ્યની ભિન્નતાની વાત છે. દ્રવ્યના પરિણામ દ્રવ્યથી અભિન્ન છે, પદ્રવ્યથી ભિન્ન છે; પરદ્રવ્ય એમાં કાંઈ કરતું નથી.
નિમિત્તના, વ્યવહારના અને કમબદ્ધપર્યાયના લોકોને વાંધા છે પણ ક્રમબદ્ધપર્યાય એ તો વસ્તુની સ્થિતિ છે. એક પછી એક જે સમયે જે પર્યાય થવાની હોય તેમાં દ્રવ્ય પણ ફેરફાર કરી શકતું નથી. ક્રમબદ્ધપર્યાય થાય તેને દ્રવ્ય જાણે પણ તેમાં ફેરફાર દ્રવ્ય કરી શકતું નથી. આત્મા અનંત શક્તિઓનો પિંડ છે. શક્તિવાન દ્રવ્ય શુદ્ધ છે, તેના ગુણો શુદ્ધ છે. અને તેની દષ્ટિ થતાં પર્યાય પણ કમસર નિર્મળ પરિણમે છે. શક્તિના વર્ણનમાં વિકારી પરિણામની વાત નથી કેમકે અશુદ્ધતા થાય એવી દ્રવ્યમાં કોઈ શક્તિ જ નથી. ગુણો અક્રમે વર્તે છે અને પર્યાયો ક્રમે વર્તે છે. શક્તિવાન દ્રવ્યની જેને દૃષ્ટિ થાય તેને નિર્મળ પર્યાયો ક્રમસર એક પછી એક થયા જ કરે છે.
અહીં એમ કહે છે કે કર્તા, કર્મ, ક્રિયા-ત્રણેયના પ્રદેશો અભિન્ન છે, તે ત્રણ પ્રદેશભેદરૂપ જુદી વસ્તુઓ નથી. આ પ્રમાણે પરદ્રવ્યથી ભિન્નતા કહી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #254
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૬ ]
[ ૨૪૩ ફરી પણ કહે છે કે
* કળશ પર : શ્લોકાર્થ * : પરિણમતિ સા' વસ્તુ એક જ સદા પરિણમે છે, “ઈચ સવા પરિણામ: નાયતે' એકના જ સદા પરિણામ થાય છે અર્થાત્ એક અવસ્થાથી અન્ય અવસ્થા એકની જ થાય છે. અને “પરિતિઃ ચાત્' એકની જ પરિણતિ-ક્રિયા થાય છે; “યત' કારણ કે મેં અને ન ચતુ' એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ.
* કળશ પર: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “એક વસ્તુના અનેક પર્યાયો થાય છે, તેમને પરિણામ પણ કહેવાય છે અને અવસ્થા પણ કહેવાય છે.”
પ્રત્યેક આત્મા અને પ્રત્યેક પરમાણુ સમયસમયમાં અનેક પર્યાયયુક્ત છે. એટલે કે પ્રત્યેક દ્રવ્ય પોતાની અનેક પર્યાયથી યુક્ત છે. માટે અન્ય દ્રવ્ય તેની પર્યાય કરે એમ નથી. પ્રત્યેક દ્રવ્યમાં અનંત ગુણો છે. તેથી એક સમયમાં તેની પર્યાયો પણ અનંત હોય છે. માટે અનંત પર્યાયરહિત કોઈ દ્રવ્ય હોતું નથી. જેમ આત્મદ્રવ્ય અનેક પર્યાયયુક્ત છે તેમ અન્ય દ્રવ્ય પણ અનેક પર્યાયયુક્ત છે. તો પછી અનેક પર્યાયયુક્ત બીજા દ્રવ્યની પર્યાયને આત્મા કેમ કરે?
દ્રવ્ય અનેક પર્યાયયુક્ત હોય છે. તેને પરિણામ પણ કહે છે. આત્મા પોતાની પર્યાય પ્રસિદ્ધ કરે તેને પરિણામ કહેવાય છે. અહીં સંસાર પર્યાયની જ વાત નથી. દરેક આત્મા શુદ્ધ કે અશુદ્ધ અનંત પર્યાયયુક્ત હોય છે. અશુદ્ધ વખતે પોતાની અશુદ્ધ અનંત પર્યાયયુક્ત આત્મા હોય છે. તો તે અશુદ્ધ પર્યાયને અન્ય દ્રવ્ય કેમ કરે?
પર્યાયને અવસ્થા પણ કહે છે. પ્રત્યેક દ્રવ્ય પોતાના અનંત ગુણની અવસ્થારૂપે પરિણમન કરે છે. પર્યાયને પરિણામ પણ કહે છે, અવસ્થા પણ કહે છે. હવે કહે છે- “તેઓ સંજ્ઞા, સંખ્યા લક્ષણ, પ્રયોજનાદિકથી જુદા જુદા પ્રતિભાસે છે તોપણ એક વસ્તુ જ છે, જુદા નથી. એવો જ ભેદાભેદસ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે.'
દ્રવ્યનું નામ અને પર્યાયનું નામ જુદું છે માટે સંજ્ઞાભેદે ભેદ છે. દ્રવ્ય એક અને પર્યાય અનેક એમ સંખ્યાભેદ છે. દ્રવ્ય ત્રિકાળ રહે છે અને પર્યાય એક સમય, માટે લક્ષણભેદ છે. અને દ્રવ્ય-પર્યાયનું પ્રયોજન ભિન્ન છે, માટે પ્રયોજનથી પણ ભેદ છે. તોપણ એક વસ્તુ જ છે. દ્રવ્યપર્યાય એક વસ્તુ જ છે. એવો જ ભેદભેદસ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. આત્મા અભેદસ્વરૂપ છે એમ શાસ્ત્રમાં આવે છે. અહીં ભેદાભેદ સ્વરૂપ લીધું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #255
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
સમયસારની સાતમી ગાથામાં લીધું છે કે વસ્તુ ભેદાભેદસ્વરૂપ છે. સમજાવવામાં જે ભેદ પડે છે તે અંદર ભેદ છે. પરથી ભિન્ન પાડવાની અપેક્ષાએ અભેદ કહેવાય પણ વસ્તુમાં ગુણ અને પર્યાયનો ભેદ છે. અભેદની દૃષ્ટિએ દ્રવ્ય-ગુણ-પર્યાય અભેદ છે. ભેદથી જુઓ તો ત્રણનો ભેદ છે. વસ્તુ ભેદાભેદસ્વરૂપ છે. કઈ અપેક્ષાએ કથન છે તે યથાર્થ જાણવું જોઈએ. એકાંતે અભેદ કહો તો ગુણ-પર્યાયનો ભેદ સિદ્ધ નહિ થાય અને એકાંત ભેદ કહો તો અભેદ સિદ્ધ નહિ થાય. માટે ભેદાભેદસ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. સાતમી ગાથાના ભાવાર્થમાં છેલ્લે કહ્યું છે કે- “ વીતરાગ થયા બાદ ભેદાભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે.”
વળી ત્યાં કહ્યું છે—“ અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી; તો તેને વ્યવહાર કેમ કહી શકાય? તેનું સમાધાનઃ- એ તો ખરું છે પણ અહીં દ્રવ્યદૃષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે. અભેદષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલૂમ પડી શકે છે, તેથી ભેદને ગૌણ કરીને ભેદને તેને વ્યવહાર કહ્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે ભેદષ્ટિમાં નિર્વિકલ્પ દશા નથી થતી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે; માટે જ્યાં સુધી રાગાદિક મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે.”
જુઓ આ એકાંત! એકાંત અભેદ એ જ સમ્યગ્દર્શનનો વિષય છે. અનેકાંત લક્ષમાં હોવા છતાં સમ્યક્ એકાંત જે ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય અભેદ એકરૂપ અખંડાનંદરૂપ ચૈતન્ય ભગવાન છે એ જ દૃષ્ટિનો વિષય છે. સમયસારની ૧૪ મી ગાથામાં પણ સમ્યક્ એકાંતનું કથન આવે છે કે “જે પોતે એકાંત બોધરૂપ (જ્ઞાનરૂપ) છે એવા જીવસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં સંયુક્તપણે અભૂતાર્થ છે-અસત્યાર્થ છે.” એકાંત જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્માની દૃષ્ટિ થયા વિના સમ્યગ્દર્શન થતું નથી. અનેકાંત ઉ૫૨ દષ્ટિ રહે એટલે કે દ્રવ્ય અને પર્યાય બન્ને ઉપર દષ્ટિ રહે તો સમ્યગ્દર્શન ન થાય.
વસ્તુ અભેદ છે એમ વાત આવે તે અપેક્ષાથી કથન છે. ૫૨થી ભેદ છે માટે પોતાની અપેક્ષાએ અભેદ કહ્યું છે. ત્યાં સાતમી ગાથામાં તો એમ કહ્યું કે અભેદ જે ત્રિકાળી વસ્તુ છે તેમાં પર્યાય નથી, જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી, ભેદ વ્યવહાર પણ નથી. એ તો અભેદની દૃષ્ટિ કરાવવાના પ્રયોજનથી પર્યાયાદિ નથી એમ કહ્યું છે. વસ્તુ તો ભેદાભેદસ્વરૂપ છે. વીતરાગ થયા બાદ ભેદાભેદનો જ્ઞાતા થઈ જાય છે. ત્યારે દ્રવ્યને જાણે છે, પર્યાયને પણ જાણે છે. પણ જ્યાં સુધી રાગાદિક મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરીને અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે.
રાગી પ્રાણીને ભેદ ઉપર લક્ષ જાય તો રાગ જ થાય. ભેદનું જ્ઞાન તો કેવળજ્ઞાનીને પણ છે. કેવળી ભગવાન ભેદ–અભેદ બધું જાણે છે. ભેદને જાણવું તે રાગનું કારણ નથી, પણ રાગી પ્રાણીને ભેદનું લક્ષ થતાં રાગ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #256
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૬ ]
[ ૨૪૫
અભેદષ્ટિમાં ભેદ માલૂમ પડતો નથી માટે અભેદની દૃષ્ટિમાં ભેદ નથી એમ કહ્યું છે. અંદર ગુણ-પર્યાયનો ભેદ છે તો ખરો, પણ અભેદની દૃષ્ટિમાં ભેદ માલૂમ પડતો નથી. માટે ભેદને ગૌણ કરીને-અભાવ કરીને નહિ -વ્યવહાર કહેલ છે. એકાંત અને અનેકાંતના ભારે ગોટા ઊઠયા છે. અહીં તો અભેદષ્ટિ કરાવવા એકાંત ભણી લઈ જાય છે. પર્યાય અને ભેદનું લક્ષ છોડાવવા ભેદને ગૌણ કરી અભૂતાર્થ કહેલ છે.
ત્યારે કોઈ કહે કે ભેદષ્ટિથી અભેદષ્ટિ થાય અને અભેદની દૃષ્ટિથી પણ અભેદનું લક્ષ થાય એમ અનેકાંત કરવું જોઈએ. તેને કહે છે કે ભાઈ! એવું અનેકાંતનું સ્વરૂપ નથી. ભેદદષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. સરાગીને ભેદના લક્ષ વિકલ્પ થાય છે. ભેદને જાણવાથી રાગ થાય એમ નહિ. પણ સરાગી પ્રાણી છે તેને ભેદ ઉપર લક્ષ જાય તો રાગ થાય છે. તેથી નિર્વિકલ્પ દશા કરાવવા માટે ત્રિકાળી અભેદ એકરૂપ ચીજની દૃષ્ટિ કરો એમ સમ્યક્ એકાંત કહ્યું છે.
અભેદષ્ટિથી સમ્યગ્દર્શન થાય અને ભેદષ્ટિથી ન થાય એનું નામ અનેકાંત છે. લોકોએ એકાંત-અનેકાંતને સમજ્યા વિના મોટી ગડબડ કરી દીધી છે. જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તેણે અભેદ ઉપર દૃષ્ટિ મૂકવી જોઈએ. ભેદ અને પર્યાય હોવા છતાં એકાંત અભેદની દૃષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. કચિત્ ભેદના લક્ષથી અને કચિત્ અભેદના લક્ષથી સમ્યગ્દર્શન થાય એમ છે જ નહિ. એ અનેકાંત નથી, એ તો ફુદડીવાદ છે.
જુઓ, શું કહ્યું? વસ્તુનું સ્વરૂપ તો ભેદાભેદ છે. વીતરાગ થયા પછી અભેદને જાણે, ભેદને પણ જાણે. પણ સરાગી પ્રાણીને ભેદ ઉપર લક્ષ જાય તો રાગ થાય છે. માટે ભેદને ગૌણ કરીને એક અભેદ ઉપર દષ્ટિ સ્થાપિત કરવી. આવો જ વીતરાગનો માર્ગ છે. શ્રીમદ્દ રાજચંદ્રજીએ પણ કહ્યું છે કે–અનેકાંત પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. ભાઈ! અંદર ત્રિકાળી શુદ્ધ અભેદ ચીજ પડી છે. એના ઉપર દૃષ્ટિ આપ્યા વિના કોઈ વ્રતાદિના વિકલ્પથી, રાગથી, ભેદથી કે નિમિત્તથી સમ્યગ્દર્શન પ્રગટ થાય એમ ત્રણકાળમાં બનતું નથી. વળી શ્રીમદ્દ કહે છે
અનેકાંતદષ્ટિયુક્ત એકાંતની જે સેવા કરે છે એટલે કે પર્યાયાદિ ભેદનું જ્ઞાન કરીને જે અભેદનું સેવન કરે છે તે સભ્યપણે સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું એમ જાણે છે. એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, હું એકાંત શુદ્ધ આનંદસ્વરૂપ છું. જુઓ, દુ:ખ છે, અશુદ્ધતા છે એ વાત કરી નથી. સમ્યગ્દર્શનમાં સમ્યક્ એકાંત હોય છે. અહાહા..! અચિંત્ય સુખ ૫રમોત્કૃષ્ટ સુખમાત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું. ત્યાં નિક્ષેપ શું? વિકલ્પ શું? ભય શું? ખેદ શું? બીજી અવસ્થા શું? હું તો માત્ર નિર્વિકલ્પ નિજસ્વરૂપમય ઉપયોગ કર્તા છું. તન્મય થા તો શાંતિ, શાંતિ, શાંતિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #257
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ પર્યાયમાં અશુદ્ધતા છે અને ભેદ છે એ બધું અહીં ઉડાડી દીધું છે. દષ્ટિનો વિષય આમ એકાંત હોય છે.
બે કારણથી કાર્ય થાય એમ નથી. પોતાના સ્વરૂપના લક્ષથી જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. કારણ એક જ છે; પરંતુ પ્રમાણજ્ઞાનમાં બીજું નિમિત્ત કોણ છે એનું જ્ઞાન કરાવવા ઉપચારથી એને કારણ કહેવાય છે.
નયચક્રમાં આવે છે કે-શિષ્ય પ્રશ્ન કર્યો કે પ્રભુ! નિશ્ચયમાં તો એકલું દ્રવ્ય આવે છે, જ્યારે પ્રમાણનો વિષય તો દ્રવ્ય અને પર્યાય બને છે. માટે નિશ્ચય કરતાં પ્રમાણ પૂજ્ય છે? તેના જવાબમાં કહ્યું કે –નહિ, પ્રમાણ પૂજ્ય નથી. તેમાં પર્યાયનો નિષેધ ન આવે તે પૂજ્ય નથી. આવો માર્ગ છે. વળી કહે છે કે:
* કળશ પ૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘ન કમી પરિણમત: તુ' બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી, ‘૩મયો. પરિણામ: ન પ્રવાત' બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી અને ‘૩મયો: પરિણતિ: ન રચાત્' બે દ્રવ્યોની એક પરિણતિ -ક્રિયા થતી નથી.
શું કહે છે? આત્મામાં જે અશુદ્ધ રાગ-દ્વેષાદિ પરિણામ થાય તે પોતાથી પણ થાય અને કર્મથી પણ અશુદ્ધરૂપ ચેતના થાય એમ નથી. બે દ્રવ્યોની એક પરિણતિ હોતી નથી. કર્મથી વિકાર થાય છે એ માન્યતા ખોટી છે. પોતાનું અશુદ્ધ પરિણમન પોતાથી થાય છે. કર્મ પણ (જીવનું) અશુદ્ધ પરિણમન કરી દે છે એમ નથી. જીવદ્રવ્ય પોતાની શુદ્ધ ચેતનારૂપ અથવા અશુદ્ધ ચેતનારૂપ વ્યાપ્યવ્યાપકભાવથી પરિણમે છે. પુદ્ગલ દ્રવ્ય પણ પોતાના અચેતનલક્ષણ પરિણામરૂપ અથવા જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમે છે. વસ્તુ તો આમ છે. પણ જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય બને મળીને અશુદ્ધ ચેતનારૂપ પરિણમે છે એમ નથી.
શ્રી જયસેનાચાર્યની ટીકામાં એમ આવ્યું છે કે –જેમ માતાપિતા વિના પુત્ર થતો નથી તેમ આત્મા અને કર્મ વિના અશુદ્ધતા થતી નથી. પરંતુ એ તો ત્યાં પ્રમાણનું જ્ઞાન કરાવવા એમ વાત કરી છે. અહીં કહે છે કે જેમ આત્મા અશુદ્ધતારૂપે વ્યાપ્યવ્યાપકભાવથી પરિણમે છે તેમ પુદ્ગલ પણ આત્માને અશુદ્ધતારૂપે પરિણમાવી દે છે એમ કોઈ માને તો તે એમ નથી. જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય બને મળીને એક પર્યાયપણે પરિણમે એમ છે નહિ. જડકર્મ કર્મની પર્યાયને કરે અને જીવના અશુદ્ધ પરિણામને પણ કરે એમ છે નહિ.
લોકો મોટા વાંધા ઉઠાવે છે. પણ અહીં કહે છે કે જ્ઞાનાવરણાદિ કર્મ જીવમાં કાંઈ કરતું નથી. વિકાર પોતાની પર્યાયથી પોતાના કારણે થાય છે. પોતાની પકારકની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #258
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૬ ]
[ ૨૪૭ પરિણતિથી તે પર્યાય થાય છે. તો કોઈ કહે છે કે જો કર્મના નિમિત્ત વિના વિકાર થાય તો તે સ્વભાવ થઈ જાય ! અરે ભાઈ! વિભાવરૂપે થાય તે પણ જીવનો પોતાનો પર્યાયસ્વભાવ છે. ‘સ્વસ્થ ભવનમ્ સ્વભાવ:' પોતાની શુદ્ધ-અશુદ્ધ પર્યાયરૂપે પરિણમન થાય તે પોતાનો સ્વભાવ છે. આ ત્રિકાળી સ્વભાવની વાત નથી. આ તો પર્યાયસ્વભાવની વાત છે. પર્યાય વિભાવરૂપ થાય તે પર્યાયનો સ્વભાવ છે.
પ્રશ્ન:- તો શું કર્મ વિના વિકાર થાય છે?
ઉત્તર- હા, નિશ્ચયથી કર્મ વિના વિકાર પોતાથી થાય છે. કર્મની પર્યાય કર્મથી થાય છે. જીવદ્રવ્ય અને પુદગલદ્રવ્ય બંને મળીને એક પર્યાયરૂપ પરિણમતાં નથી. જીવની પર્યાયને જીવ કરે અને જડકર્મ પણ કરે એમ છે નહિ. કળશટીકામાં કહ્યું છે કે- “ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય-પુદ્ગલદ્રવ્ય ભિન્ન સત્તારૂપ છે તે જો પહેલાં ભિન્ન સત્તાપણું છોડી એક સત્તારૂપ થાય તો પછી કર્તા -કર્મ-ક્રિયાપણું ઘટે. તે તો એકરૂપ થતાં નથી તેથી જીવ-પુદ્ગલનું પરસ્પર કર્તા-કર્મ-ક્રિયાપણું ઘટતું નથી.
અશુદ્ધ પરિણામ એકાંત પોતાથી થાય છે, કર્મથી બીલકુલ નહિ-આનું નામ અનેકાંત છે. કર્મ પોતાની ભિન્ન સત્તા છોડી આત્મામાં આવી જાય તો તે અશુદ્ધ પરિણામને કરે; પણ એમ બનતું નથી. તેમ જીવ પોતાની સત્તા છોડી જડકર્મરૂપે થાય તો તે કર્મપરિણામને કરે. પરંતુ પોતાની સત્તા કોઈ દ્રવ્ય ત્રણકાળમાં છોડતું નથી. માટે જીવ-પુદ્ગલનું પરસ્પર કર્તાકર્મ-ક્રિયાપણું ઘટતું નથી. પંડિત રાજમલજીએ કેટલું સ્પષ્ટ કર્યું છે. અહો ! પહેલાંના પંડિતોએ બહુ સરસ કામ કર્યું છે.
પંડિત બનારસીદાસ તો શ્વેતાંબરમાં જન્મેલા. પણ દિગંબરની વાત સાંભળી ત્યાં થઈ ગયું કે માર્ગ તો આ જ સત્ય છે. અહીં કહે છે-બે દ્રવ્યની એક પરિણતિ થતી નથી; “યત:' કારણ કે મને સવા બનેરુમ્ વ' અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ રહે છે, પલટીને એક થઈ જતાં નથી.
કળશટીકામાં કળશ પર ના ભાવાર્થમાં કહ્યું છે કે “ જ્ઞાનાવરણાદિ દ્રવ્યરૂપ પુદ્ગલપિંડ-કર્મનો કર્તા જીવ-વસ્તુ છે એવું જાણપણું મિથ્યાજ્ઞાન છે, કેમકે એક સત્ત્વમાં કર્તાકર્મ-ક્રિયા ઉપચારથી કહેવાય છે; ભિન્ન સ્વરૂપ છે જે જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય તેમને કર્તા-કર્મ-ક્રિયા કયાંથી ઘટશે?
આત્મા કર્મબંધનની પર્યાયને કરે અને જડકર્મ જીવના વિકારી પરિણામને કરે એવું જાણપણું એ મિથ્યાજ્ઞાન છે. એક સત્તામાં પણ કર્તા-કર્મ ના ભેદ જો ઉપચાર છે તો પર સત્તામાં આત્મા કરે અને આત્માની સત્તામાં પર કરે એ વાત ત્રણકાળમાં સત્ય નથી. કર્મથી વિકાર થાય એ વાત તદ્દન ખોટી છે. અન્યમતવાળા ઈશ્વરને કર્તા માને અને જૈનો જડકર્મને કર્તા માને -એ બધું સમાન રીતે અજ્ઞાન જ છે. અહીં તો કહે છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #259
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
અનેક દ્રવ્યો સદા અનેક જ રહે છે. જીવ અને જડ દ્રવ્યો ભિન્ન ભિન્ન અનેક છે તે અનેક જ રહે છે, પલટીને એક થઈ જતાં નથી.
આ બધા અમે કાર્યકર્તા છીએ એમ કહે છે ને! અરે ભાઈ! પરનું કાર્ય તું કદી કરી શકતો જ નથી એમ અહીં સિદ્ધ કરે છે.
* કળશ ૫૩ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે, પ્રદેશભેદવાળી જ છે. બન્ને એક થઈને પરિણમતી નથી, એક પરિણામને ઉપજાવતી નથી અને તેમની એક ક્રિયા હોતી નથી- એવો નિયમ છે.'
૫૨વસ્તુ જો પોતાની સત્તામાં આવે તો પોતાનું કાર્ય કરે; અને પોતે પોતાનો અભાવ કરી બીજાની સત્તામાં પ્રવેશે તો પ૨ની ક્રિયા કરે. પણ એમ છે નહિ. બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે. બેને પ્રદેશભેદ છે. પરદ્રવ્યના પ્રદેશ અને સ્વદ્રવ્યના પ્રદેશ ભિન્ન ભિન્ન જ છે. આત્મા પોતાના અસંખ્ય પ્રદેશમાં છે અને ૫૨માણુ પોતાના એક પ્રદેશમાં છે. શું કોઈના પ્રદેશમાં કોઈ પેસે છે? ના; પોતાની સત્તામાં પરની સત્તાનો અભાવ છે અને ૫૨ની સત્તામાં પોતાની સત્તાનો અભાવ છે. હવે અભાવ છે તે ભાવને કઈ રીતે કરે ? ભાઈ આ તો ન્યાયથી સમજવાની વાત છે.
આ કારખાનાં ચાલે તે કાર્ય આત્મા કરતો નથી. પોતે (આત્મા) પરમાં જાય તો ૫૨વસ્તુનું કાર્ય કરે, પણ એમ તો છે નહિ. ભાઈ! ૫૨ની અવસ્થા પરથી થાય છે. આત્માથી કદી નહિ. દૂધ તે અગ્નિથી ઉભું થતું નથી. અગ્નિ પોતાની સત્તા છોડી દૂધમાં પ્રવેશ કરે તો દૂધની ગ૨મ અવસ્થાને કરે. પણ અગ્નિ પોતાની સત્તામાં રહે છે અને દૂધ દૂધની સત્તામાં રહે છે. માટે દૂધ પોતાથી ઉનું થયું છે, અગ્નિથી નહિ.
પ્રશ્ન:- પાણી અગ્નિથી ઉભું થયું એમ પ્રત્યક્ષ દેખાય છે ને?
ઉત્ત૨:- ના; પાણી અગ્નિથી ઉભું થયું નથી. તું શું દેખે છે ભાઈ ? તું અગ્નિને દેખે છે કે પાણીની પોતાની અવસ્થાને ? અગ્નિ પાણીમાં પેઠી જ નથી. તારી દષ્ટિમાં ફેર છે, ભાઈ ! બે વસ્તુ સર્વથા ભિન્ન છે. બન્નેને પ્રદેશભેદ છે. માટે બેનું મળીને એક પરિણામ થતું નથી. (પાણી પાણીની ગરમ અવસ્થાને કરે અને અગ્નિ પણ પાણીની ગરમ અવસ્થાને કરે એમ છે જ નહિ.) તેમ આત્મા અને કર્મ બે એક થઈને એક પરિણામને ઊપજાવતાં નથી. અશુદ્ધ પરિણામને આત્મા પણ કરે અને જ્ઞાનાવરણાદિ કર્મ પણ કરે એમ ત્રણકાળમાં બનતું નથી. જીવમાં વિકાર થાય છે તે પોતાથી થાય છે, કર્મથી નહિ. ભાઈ! શું થાય, વસ્તુનું સ્વરૂપ જ આમ છે.
કળશ ૫૪ માં કળશ ટીકાકારે કહ્યું છે કે- “ અહીં કોઈ મતાન્તર નિરૂપશે કે દ્રવ્યની અનંત શક્તિઓ છે, તો એક શક્તિ એવી પણ હશે કે એક દ્રવ્ય બે દ્રવ્યોના પરિણામને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #260
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૬ ]
[ ૨૪૯ કરે; જેવી રીતે જીવ દ્રવ્ય પોતાના અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહપરિણામને વ્યાપ્યવ્યાપકપણે કરે તેવી જ રીતે જ્ઞાનાવરણાદિ કર્મપિંડને વ્યાપ્યવ્યાપકપણે કરે. ઉત્તર આમ છે કે દ્રવ્યને અનંત શક્તિઓ તો છે પરંતુ એવી શક્તિ તો કોઈ નથી કે જેનાથી, જેવી રીતે પોતાના ગુણ સાથે વ્યાયવ્યાપકપણે છે તેવી જ રીતે પારદ્રવ્યના ગુણ સાથે પણ વ્યાપ્યવ્યાપકપણે થાય.”
પ્રશ્ન- તો મડદું કેમ બોલતું નથી?
ઉત્તર- અરે ભાઈ ! આ બોલવાની ભાષા છે એ તો જડની પર્યાય છે. જડ પુદ્ગલો વ્યાપ્યવ્યાપક થઈને ભાષાપણે પરિણમે છે, જીવ તેમાં વ્યાપ્યવ્યાપકપણે નથી. અરે ભગવાન! પોતાની પર્યાય સ્વયંસદ્ધિ પોતાથી થાય છે અને પરની પર્યાય પરથી થાય છે એમ જેને નિર્ણય નથી તેને આત્મા સ્વતંત્ર આનંદકંદ પ્રભુ કર્મના ઉદયના સંબંધરહિત છે (અર્થાત્ રાગ રહિત છે) એ કેમ બેસે ? દ્રવ્યને નિમિત્તનો સંબંધ નથી; પર્યાયમાં નિમિત્તનો સંબંધ છે. પણ દ્રવ્ય તો તે પર્યાયથી પણ ભિન્ન છે. આવી વાત કાને પણ ભાગ્ય વિના પડતી નથી. આ તો દિવ્યધ્વનિમાં આવેલી પરમ સુખની પ્રાપ્તિની વાત છે.
સમયે સમયે જીવ જીવની પર્યાયથી યુક્ત છે અને જડ જડની પર્યાયથી યુક્ત છે. આત્મા પોતાની શુદ્ધ કે અશુદ્ધ પર્યાયથી યુક્ત છે અને પર પદાર્થ પોતાની શુદ્ધ કે અશુદ્ધ પર્યાયથી યુક્ત છે. આમ છે તો એકબીજાની પર્યાયને કરી દે એમ હોઈ શકે નહિ.
કર્મ કરે, કર્મ કરે-એમ જૈનમાં પણ મોટી ગડબડ ચાલે છે. પણ પૂજાની જયમાલામાં તો સ્પષ્ટ આવે છે
કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ
અગ્નિ સહે ઘનઘાત, લોહકી સંગતિ પાઈ.” જડ કર્મ તેની પોતાની સત્તામાં રહે છે. તે મારી સત્તામાં આવે તો મને નુકશાન કરે. પણ કર્મ મારી સત્તામાં તો આવતાં નથી. અહાહા...! મારી પર્યાયને કર્મનો ઉદય અડતો પણ નથી. એકની સત્તાને બીજાની સત્તા અડતી નથી. આ તો ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ પરમાત્માએ જોયેલી વાત છે. દરેક દ્રવ્ય પોતાની પર્યાયથી યુક્ત સ્વયંસિદ્ધ વસ્તુ છે. અરે ભાઈ ! કયા સમયે દ્રવ્ય પોતાની અનંત પર્યાયથી યુક્ત નથી?
સંતોએ આગમચક્ષુ કહ્યા છે. આ આંખ છે એ તો જડ છે. સર્વ જીવ ઈન્દ્રિયચક્ષુ છે, ભગવાન કેવળી જ્ઞાનચક્ષુ છે અને છદ્મસ્થ જ્ઞાની આગમચક્ષુ છે. ભાઈ ! આ ઇન્દ્રિયપ્રત્યક્ષની ચીજ નથી.
અહીં દ્રવ્યથી પર્યાય ભિન્ન છે એ વાત નથી. દ્રવ્યની પર્યાય દ્રવ્ય પોતે કરે છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #261
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
૫૨ નિમિત્ત નહિ –એમ અહીં સિદ્ધ કરવું છે. નિશ્ચયથી તો પર્યાય દ્રવ્યથી ભિન્ન છે. પરમાત્મપ્રકાશની ગાથા ૬૮ માં કહ્યું છે કે જીવ બંધ અને મોક્ષની પર્યાયને કરતો નથી. પર્યાય પર્યાયથી પોતાથી થાય છે. અહાહા...! જે (જ્ઞાનની ) પર્યાય દ્રવ્યને જાણે તે પર્યાય દ્રવ્યમાં જતી નથી અને દ્રવ્ય પર્યાયમાં જતું નથી. પર્યાય લોકાલોકને જાણે પણ તે પર્યાય લોકાલોકમાં જતી નથી અને લોકાલોક પર્યાયમાં પેસતા નથી, આવી જ્ઞાનની પર્યાય પોતે પોતાથી થાય છે. આમ પ્રત્યેક દ્રવ્યની પર્યાય પોતે પોતાથી જ થાય છે.
અહીં દ્રવ્ય-પર્યાયની ભિન્નતાની વાત નથી. અહીં તો એટલું સિદ્ધ કરવું છે કે પોતાની પર્યાયમાં વ્યાખવ્યાપકપણે આત્મા છે અને જડની પર્યાયમાં વ્યાપ્યવ્યાપકપણે જડ છે. અહીં તો બે દ્રવ્યોના ભેદની વાત છે. આત્મા પોતાના પરિણામને કરે અને પરના પરિણામને પણ કરે એમ નથી. લોકો કહે છે કે એક ગાયનો ગોવાળ પાંચ ગાયોનો ગોવાળ. એમ જીવ પોતાના વિકારને પણ કરે અને પ૨નું કાર્ય પણ કરે એમ છે નહિ. વિકારી પર્યાય વિકારરૂપ પોતાથી છે, પરથી નથી. પરવસ્તુ આત્માની પર્યાયને કરે, અશુદ્ધતાને કરે એવું જાણપણું અજ્ઞાન છે અને આત્મા પરનું કાર્ય કરે એમ જાણવું એ પણ અજ્ઞાન છે.
જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાનની હીણી પર્યાય થાય એમ છે નહિ; કેમકે જ્ઞાનાવરણીય કર્મ ૫રદ્રવ્ય છે અને જ્ઞાનની હીણી દશા જીવમાં પોતામાં પોતાથી થાય છે. અહીં સિદ્ધાંત કહે છે કે– બે દ્રવ્યો એક થઈને પરિણમે તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય.' વિકારી પર્યાયનું સત્ત્વ પોતાથી છે. જો એમ ન હોય તો એક સમયની પર્યાયનો લોપ થઈ જાય અને તો દ્રવ્યનો પણ લોપ થઈ જાય, દ્રવ્ય સિદ્ધ ન થાય.
એક સમયની પર્યાય ચાહે તો મિથ્યાત્વની હો, રાગદ્વેષની હો કે વિષયવાસનાની હો–તે પર્યાય જો જડકર્મથી થાય તો તે પર્યાયની સત્તા પરથી થઈ. તો પર્યાયની સત્તાનો લોપ થઈ ગયો. પર્યાયનો લોપ થતાં દ્રવ્ય પણ સિદ્ધ ન થયું. આમ સર્વદ્રવ્યોનો લોપ થઈ જાય. અરે ભાઈ! ત્રણ કાળની પર્યાયોનો પિંડ અને અનંત ગુણોનો પિંડ દ્રવ્ય છે. માટે પોતાની પર્યાય પોતાથી થાય, ૫૨થી ન થાય એમ સિદ્ધ થાય છે અને તે યથાર્થ છે.
વિકાર છે તે એક સમયનું સત્ છે, મિથ્યાત્વ ઉત્પન્ન થાય તે પણ તે સમયનું સત્ છે. તે જો દર્શનમોહનીય કર્મથી થાય એમ માને તો પર્યાયની સ્વતંત્રતાનો નાશ થઈ જાય, તો દ્રવ્યનો પણ નાશ થઈ જાય. આમ સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય.
ફરી આ અર્થેને દઢ કરે છે:
.
* કળશ ૫૪:શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
સ્ય હિ ૌ હર્તારો ન સ્ત:' એક દ્રવ્યના બે કર્તા ન હોય. એટલે કે એક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #262
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૬ ]
[ ૨૫૧
દ્રવ્યની પરિણતિના બે કર્તા ન હોય. દ્રવ્યની પરિણતિ તે વસ્તુ છે અને દ્રવ્ય પણ વસ્તુ છે. દ્રવ્યની વિકારી પર્યાય પણ વસ્તુ છે; તે વિકાર અવસ્તુ નથી. પર્યાય પણ પર્યાયપણે વસ્તુ છે. આત્માની અશુદ્ધ પરિણતિ આત્મા પણ કરે અને જડર્મ પણ કરે-એમ એક પરિણતિના કર્તા ન હોય. ભાષાની પરિણતિને ભાષાવર્ગણા પણ કરે અને જીવ પણ કરે એમ હોતું નથી એમ અહીં કહે છે.
‘ વ’ વળી ‘પુસ્ય કે જર્મની ન' એક દ્રવ્યનાં બે કર્મ ન હોય. વિકારી પરિણામ પણ જીવનું કર્મ અને જડકર્મનો જે બંધ થાય એ પણ જીવનું કર્મ એમ એક દ્રવ્યનાં બે કર્મ ન હોય. જડકર્મના ઉદયની પર્યાય થઈ તે પુદ્દગલનું કર્મ અને જીવમાં જે વિકારી પરિણામ થયા તે પણ પુદ્દગલનું કર્મ એમ એક દ્રવ્ય બે દ્રવ્યોનાં કાર્ય ન કરે. કેટલી સ્પષ્ટતા કરી છે! જીવ બોલવાનો રાગ પણ કરે અને બોલવાની ભાષા પણ કરે એમ એક દ્રવ્ય બે કાર્ય ન કરે એમ સિદ્ધાંત કહે છે.
કેટલાક અત્યારે એમ કહે છે કે વિકા૨ ૫૨થી થાય છે, પોતાથી નહિ–એમ ન માને તે મિથ્યાદષ્ટિ છે. અરે! લોકોને સત્ય મળ્યું જ નથી ત્યાં શું થાય ? ભાઈ ! આ તો પ્રભુનો માર્ગ શૂરાનો છે, કાયરનું કામ નથી. શ્રીમદે કહ્યું છે ને કે
“વચનામૃત વીતરાગનાં, પરમ શાંત રસ મૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.”
વિકાર પર કરાવે, મારા પુરુષાર્થના દોષથી ન થાય-એમ જે માને તે કાયર છે કેમકે એને પુરુષાર્થ જ જાગ્રત નહિ થાય. તે અજ્ઞાની કાય૨ છે. અહીં કહે છે કે એક દ્રવ્યનાં બે કર્મ એટલે કાર્ય ન હોય. જડ કર્મ પોતાનું પણ કાર્ય કરે અને જીવના વિકારનું કાર્ય પણ કરે-એમ ન હોય. અરે પ્રભુ! સમજ્યા વિના ‘જય ભગવાન, જય ભગવાન' કરે પણ એ માર્ગ નથી. તથા આ બહારની પંડિતાઈનો માર્ગ નથી. આ તો વસ્તુના સ્વરૂપની યથાર્થ દષ્ટિ કરવાનો માર્ગ છે. ખરેખર તો જે સમ્યગ્દષ્ટિ છે તે જ પંડિત છે; સ્વામી કાર્તિકેયે પણ એમ કહ્યું છે.
‘=’ અને ‘ક્ષ્ય કે યેિ ન' એક દ્રવ્યની બે ક્રિયા ન હોય. પૂર્વની પર્યાય પલટીને આત્મા વિકારરૂપે થાય અને જડકર્મરૂપે પણ થાય એમ એક દ્રવ્યની બે ક્રિયા હોતી નથી. ‘ યત:’ કારણ કે ‘મ્ અનેક્ ન ચાત્' એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ. કેટલું સ્પષ્ટ કર્યું છે! પોતાની પર્યાય પરદ્રવ્યરૂપ ન થાય અને પરદ્રવ્યની પર્યાય પોતાની પર્યાયરૂપ અર્થાત્ જીવરૂપ ન થાય. એક દ્રવ્ય અનેક દ્રવ્યની પરિણતિને ન કરે એમ કહે છે.
પ્રત્યેક દ્રવ્યની પર્યાય એક પછી એક નિયમસર થવાની હોય તે જ થાય છે. નિર્વિકારી પર્યાય પણ પોતાથી એક પછી એક ક્રમબદ્ધ થવાની હોય તે જ થાય છે. સર્વ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #263
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨પર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ વિશુદ્ધજ્ઞાન અધિકારમાં (ગાથા ૩૦૮ થી ૩૧૧ની ટીકામાં) “કમનિયમિત” શબ્દ પડ્યો છે. એક દ્રવ્યની પરિણતિ બીજા દ્રવ્યની પરિણતિરૂપ ન થાય. બીજા દ્રવ્યની પરિણતિ પોતાના દ્રવ્યરૂપ ન થાય.
સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં એવો પાઠ છે કે-જડ કર્મની કોઈ અચિંત્ય શક્તિ છે કે તે કેવળજ્ઞાનને રોકે છે. એ તો પુદ્ગલમાં ઉત્કૃષ્ટ પરિણમન કેવું થાય એની ત્યાં વાત કરી છે. ત્યાં ઉપકારનું-નિમિત્તનું પ્રકરણ છે. એટલે જેને કેવળજ્ઞાન પ્રગટ નથી તેને કેવળજ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ નિમિત્ત છે એમ ત્યાં કહ્યું છે.
વળી કોઈ એમ કહે કે વિકાર થવામાં ૫૦ ટકા આત્માનો અપરાધ અને ૫૦ ટકા કર્મનો અપરાધ છે–તો એમ નથી. સો એ સો ટકા આત્મા પોતાના વિકારનો કર્તા છે, અને નિમિત્તનું એમાં કાંઈ કર્તવ્ય નથી, એક ટકો પણ નહિ. આત્માના સો ટકા આત્મામાં, અને નિમિત્તના સો ટકા નિમિત્તમાં છે, કેમકે તેમનો એકબીજામાં અભાવ છે. જીવની વિકારી પર્યાય થાય એમાં કર્મની પર્યાયનો અભાવ છે અને કર્મના ઉદયમાં જીવના વિકારી પરિણામનો અભાવ છે. એકબીજામાં અભાવ હોય તો જ ભિન્ન રહી શકે.
અહો ! દિગંબર આચાર્યોએ અજબ-ગજબનું કામ કર્યું છે. શ્રી અમૃતચંદ્રસ્વામીએ કેવા કળશ રચ્યા છે! લોકોએ પોતાની દષ્ટિ (અભિપ્રાય ) છોડીને શાસ્ત્ર શું કહે છે તે તરફ પોતાની દષ્ટિ લગાવવી જોઈએ.
પ્રશ્ન:- વિકાર કર્યજનિત છે એમ શાસ્ત્રમાં ઠેકઠેકાણે આવે છે ને?
ઉત્તર:- હા, પણ એ તો વિભાવ પોતાનો (ચૈતન્યમય) સ્વભાવ નથી અને નિમિત્તાધીન થવાથી થાય છે એ અપેક્ષાએ એને કર્મજનિત કહ્યો છે. સ્વભાવજનિત નથી માટે વિકારને કર્મજનિત કહ્યો છે, પણ કર્મ છે તે પલટીને જીવના વિકારરૂપ પરિણમ્યું છે એમ નથી, કારણ કે એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ.
* કળશ ૫૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * આ પ્રમાણે ઉપરના શ્લોકોમાં નિશ્ચયનયથી અથવા શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી વસ્તુસ્થિતિનો નિયમ કહ્યો.'
જ્ઞાનાવરણીયકર્મ જ્ઞાનને રોકે એ તો વ્યવહારનયનું કથન છે. એટલે શું? એટલે એમ છે નહિ પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા એમ કહેવામાં આવ્યું છે. અરે! લોકોને આવો નિર્ણય કરવાની કયાં ફુરસદ છે? પરંતુ આ મનુષ્યભવમાં કરવા જેવું આ જ છે. યથાર્થ નિર્ણય ન કર્યો તો ભાઈ ! અહીંથી છૂટીને કયાં જઈશ? ચોરાસીના ચક્કરમાં ગોથાં ખાઈશ. ભાઈ ! એકવાર ભૂતાર્થદષ્ટિથી મિથ્યાત્વને છેદીને સમકિત પ્રગટ કર. આ જ કરવા યોગ્ય છે.
અરે ભાઈ ! મારી પર્યાય પર કરે અને પરની પર્યાય હું કરું એ તારી મોટી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #264
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૬ ]
[ ૨૫૩ ભ્રમણા છે. શુદ્ધદ્રવ્યાર્થિકનથી એટલે નિશ્ચયથી આ વસ્તુસ્થિતિ કહી એટલે વ્યવહારથી બીજું (અન્યથા) કથન છે એમ આવી ગયું. નિશ્ચયથી કહ્યું તે સત્યાર્થ છે એમ નિર્ણય કરવો અને વ્યવહારનયથી કહ્યું હોય તે એમ નથી પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા એમ કહ્યું છે, એમ સમજવું. જ્ઞાનાવરણીયકર્મથી જ્ઞાન રોકાય એ તો કથનશૈલી છે. કથન બે પ્રકારે છે, વસ્તુ તો એક જ છે. વ્યવહારના કથનને એમ જ (જેમ લખ્યું હોય તેમ જ ) માનનાર મિથ્યાષ્ટિ છે.
મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમાં અધિકારમાં કહ્યું છે કે “વ્યવહારનય સ્વદ્રવ્ય-પદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે.” વળી ત્યાં કહ્યું છે કે સાચું નિરૂપણ તે નિશ્ચય અને ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ વ્યવહારને મોક્ષમાર્ગ કહેવામાં આવે છે, પણ એમ છે નહિ. (ખરેખર વ્યવહાર મોક્ષમાર્ગ તે મોક્ષમાર્ગ નથી.) મોક્ષમાર્ગ બે માનવા તે મિથ્યાત્વ છે. નિશ્ચય અને વ્યવહાર બન્નેને ઉપાદેય માને તે મિથ્યાત્વ છે. નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરુદ્ધ છે. વ્યવહાર અભૂતાર્થ છે, સત્યસ્વરૂપનું નિરૂપણ કરતો નથી, પણ કોઈ અપેક્ષાથી નિરૂપણ કરે છે.
શુદ્ધનય ભૂતાર્થ છે. જેવી વસ્તુની સ્થિતિ હોય તેવું નિરૂપણ કરે છે. પંડિત શ્રી ટોડરમલજીને આચાર્યકલ્પ કહેવામાં આવ્યા છે. શાસ્ત્રનાં રહસ્ય ખોલીને મોક્ષમાર્ગ-પ્રકાશકમાં ભરી દીધાં છે. અહીં કહે છે-શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી વસ્તુસ્થિતિનો નિયમ કહ્યો. આનાથી વિરુદ્ધ તે અનિયમ છે. જેને સમ્યગ્દર્શન થાય તે સ્વાશ્રયથી-નિશ્ચયથી થાય, વ્યવહારથી કે પરથી ના થાય એ નિયમ છે, આ સિદ્ધાંત છે.
આત્માને અનાદિથી પરદ્રવ્યના કર્તાકર્મપણાનું અજ્ઞાન છે. તે જો પરમાર્થનયના ગ્રહણથી એક વાર પણ વિલય પામે તો ફરીને ન આવે-એમ હવે કહે છે:
* કળશ ૫૫: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘રૂ' આ જગતમાં ‘મોહિનીમ્' મોહી (અજ્ઞાની) જીવોનો ‘ઘરે 3ઉં છુર્વે' પરદ્રવ્યને હું કરું છું ‘રૂતિ મહાëારરૂપ તમ:' એવા પરદ્રવ્યના કર્તુત્વના મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકાર-ધનનું ઉચ: કુર' કે જે અત્યંત દુર્નિવાર છે તે સારૂંસારત: gવ થાવતિ' અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. શું કહે છે? હું દેશની સેવા કરું છું, પરની દયા પાળું છું, પરને સુખી કરું છું, પરને મારી શકું છું અને બચાવી શકું છું ઇત્યાદિ અનેક પ્રકારે અજ્ઞાનીઓને પરદ્રવ્યના કર્તાપણાનો અહંકાર છે, પણ તે અજ્ઞાન છે. કુંભાર કહે કે ઘડાની પર્યાય મારાથી થઈ, બાઈ કહે કે દાળ-ભાત આદિ રસોઈ મેં કરી, ગુમાસ્તો કહે કે મેં સારા અક્ષરે નામું લખ્યું અને શેઠ કહે કે મેં વેપાર કર્યો–આ પ્રમાણે પરદ્રવ્યની ક્રિયાનો પોતાને કર્તા માને તે બધા અહંકારરૂપ અજ્ઞાન-અંધકારમાં ડૂબેલા મિથ્યાષ્ટિ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #265
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ આવો માર્ગ શ્રી સીમંધર ભગવાને ધર્મસભામાં કહ્યો છે અને તે જ માર્ગ શ્રી કુંદકુંદાચાર્ય અહીં લાવ્યા છે. અજ્ઞાની માને કે ‘પર ગર્દ દુર્વે' પર દ્રવ્યને હું કરું છું. પણ પદ્રવ્યને કોણ કરે? પરદ્રવ્યનો અર્થ અહીં પરદ્રવ્યની પર્યાય કરવો. અહાહા...! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાને હું કરું છું એમ જે માને છે તે અહંકારી, અજ્ઞાની, મિથ્યાદષ્ટિ છે. હું બીજાઓને સુંદર વક્તવ્ય-વ્યાખ્યાન વડે સમજાવી દઉં એમ અજ્ઞાની માને છે. બીજાને કોણ સમજાવી દે? અરે ભાઈ ! ભાષા તો જડ છે. તે જડના
ણે થાય છે. જીભ, હોઠ આદિ હલ તે પોતાના કારણે હુલે છે, તે આત્માના વિકલ્પને કારણે હુલે છે એમ નથી. ભાષા જે શબ્દનો વિકાર છે તે તો પોતાના કારણે પોતે ભાષારૂપ થાય છે. અને સમજનાર પણ પોતે પોતાની યોગ્યતાથી પોતાના કારણે સમજે છે. આવું જ વસ્તુ સ્વરૂપ છે. આ મોટાં કારખાનાં ચાલે તે સમયે તે તે પુગલોની જે પર્યાય થવા યોગ્ય હોય તે પુગલોથી થાય છે. ત્યાં બીજો કોઈ (ઉદ્યોગપતિ આદિ) એમ કહે કે મારાથી કારખાનાં ચાલે છે તો તે પરદ્રવ્યના કર્તાપણાના અહંકારરસથી ભરેલો અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે.
અહા! જગતમાં મોહી અજ્ઞાની જીવોને પરદ્રવ્યના કર્તાપણાનો મહા અહંકાર છે અને તે અજ્ઞાન છે. આવું અજ્ઞાન તેમને અનાદિ સંસારથી ચાલ્યું આવે છે અને તે દુર્નિવાર છે, ટાળવું મહી કઠણ છે. આ અજ્ઞાન મહા પુરુષાર્થ વડે જ ટાળી શકાય એમ છે.
હવે કહે છે-“દો' અહો ! “ભૂતાર્થપરિપ્રદેT' પરમાર્થનયનું અર્થાત્ શુદ્ધ દ્રવ્યાર્થિક અભેદનયનું ગ્રહણ કરવાથી ‘યરિ' જો ‘તત્ પવાર વિનય વ્રનેત’ તે એક વાર પણ નાશ પામે ‘તત્વ' તો ‘જ્ઞાન નર્ચ માત્મ:' જ્ઞાનઘન આત્માને “ભૂય:' ફરીથી ‘વર્ધનમ્ વિરું ભવેત' બંધન કેમ થાય ? જીવ જ્ઞાનઘન છે માટે યથાર્થ જ્ઞાન થયા પછી જ્ઞાન કયાં જતું રહે ? ન જાય. અને તે જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ કયાંથી થાય? કદી ન થાય.
હું પરદ્રવ્યની ક્રિયાને કરું છું એવું મોહી જીવોને અનાદિ સંસારથી અજ્ઞાન ચાલ્યું આવે છે. અનાદિ સંસાર એટલે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ અને ભાવરૂપ પરાવર્તન જીવને અનાદિથી છે. શુભાશુભભાવનું પરાવર્તન એને અનાદિથી ચાલ્યું આવે છે. પણ તે અજ્ઞાન છે. આ અજ્ઞાન અત્યંત દુર્નિવાર છે. રાગને ઘટાડી મંદરાગપણે વા શુભરાગ રૂપે પરિણમવું એ તો સહેલી વાત છે. એવા શભભાવ એણે અનંતવાર કર્યા છે. પણ સમ્યગ્દર્શન પામવા માટે શુભરાગ કાંઈ વસ્તુ નથી. ભાઈ ! આ તો ધર્મની પહેલી સીડીની વાત છે. અહીં કહે છે કે ‘તાર્થપરિપ્રદે'–અહો! પરમાર્થનનું અર્થાત્ શુદ્ધદ્રવ્યાર્થિક અભેદનયનું ગ્રહણ કરવાથી જો તે એક વાર પણ નાશ પામે તો જ્ઞાનઘન આત્માને ફરી બંધન કેમ થાય? કદી ન થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #266
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૬ ]
[ ૨૫૫
-
ભૂતાર્થ નામ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવરૂપ શુદ્ધ ચૈતન્યમય વસ્તુ. અહાહા ! તેનો સમસ્ત પ્રકારે એકવાર અનુભવ કરે તો મિથ્યાત્વનો નાશ થઈ જાય છે. સમયસારની ૧૧મી ગાથા જૈનશાસનનો પ્રાણ ત્યાં પણ એમ કહ્યું છે કે ‘મૂવત્વમસ્તિવો જીતુ સન્માવિઠ્ઠી હવવિ નીવો'–ભૂતાર્થ નામ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકવસ્તુનો આશ્રય કરવાથી નિશ્ચય સમ્યગ્દર્શન થાય છે. અહાહા...! એક સમયમાં પૂર્ણાનંદનો નાથ ભગવાન સ્વયંજ્યોતિ સુખધામ અંદર પર્યાય વિનાની પોતાની ચીજ પડેલી છે. તેનો આશ્રય કરે ત્યારે પર્યાયમાં તેનો અનુભવ થાય છે તે સમ્યગ્દર્શન છે. તે ધર્મનું પ્રથમ પગથિયું છે. આ સિવાય બીજા બધા ક્રિયાના વિકલ્પો ફોક છે,
નિરર્થક છે.
‘ ભૂતાર્થપરિગ્રòણ ’–આને માટે ૫૨માર્થનય શબ્દ કહ્યો છે. ભૃતાર્થ નામ ૫૨માર્થનય. ૫૨માર્થ એટલે-પા કહેતાં ઉત્કૃષ્ટ, મા એટલે લક્ષ્મી એવો જે અર્થ એટલે પદાર્થ. અહાહા...! ભૂતાર્થ એટલે ત્રિકાળી છતો પદાર્થ જે ભગવાન આત્મા તેને અહીં ઉત્કૃષ્ટ લક્ષ્મીવંત પદાર્થ એટલે પરમાર્થ કહ્યો છે. લૌકિકમાં તો પ૨નું કાંઈક કરે તેને ૫૨માર્થ કહે છે. અહીં તો પરનું કરે એને તો અજ્ઞાન કહ્યું છે. હું દાન આપું, હું આહાર આપું, હું કપડાં આપું, હું બીજાને સુખી કરું એવો ૫૨ની ક્રિયા કરવાનો ભાવ છે તે અહંકાર છે અને તે મિથ્યાત્વ છે, પરમાર્થ નથી. ઉત્કૃષ્ટ લક્ષ્મીવંત જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા ૫રમાર્થ છે, ભૂતાર્થ છે.
ભગવાન ત્રિલોકનાથ ભૂતાર્થ પદાર્થ છે. પ્રભુ! આ અલૌકિક ચીજ છે! એક સમયમાં ભૂતાર્થ-છતી ચીજ, પલટાતી પર્યાય વિનાની ચીજ એવી ત્રિકાળી એકરૂપ ચીજ તેને અહીં ભૂતાર્થ કહી છે. અહીં ભૂતાર્થપરિગ્રહેણ-એમ જે કહ્યું છે એના માટે ચાર શબ્દ કહ્યા છે. ભૂતાર્થ એક, ૫૨માર્થનય બે, શુદ્ધ દ્રવ્યના અનુભવનું જેમાં પ્રયોજન છે તે શુદ્ધ દ્રવ્યાર્થિકનય ત્રણ અને અભેદનય ચાર. અહાહા! અભેદ એકરૂપ ત્રિકાળી નિત્યાનંદ જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ સદશસ્વભાવ જે પ્રત્યેક પર્યાયમાં અન્વયરૂપ રહે તે સદા એકરૂપ ચીજને અહીં અભેદનય કહેલ છે. પર્યાયબુદ્ધિ છોડીને ત્રિકાળી છતા પદાર્થનો અનુભવ કરવાનું અહીં કહેલું છે, કેમકે ૫૨માર્થરૂપ ભૂતાર્થનો અનુભવ કરવાથી સમ્યગ્દર્શન થાય છે, અરે ભાઈ! પાંચ પરાવર્તનરૂપ સંસારમાં શુભાશુભભાવરૂપ પરાવર્તન તું અનંતવાર કરી ચૂકયો છે. શુભભાવ તો તું અનાદિ સંસારથી કરતો આવ્યો છું અને મેં શુભભાવ કર્યા એવા અહંકારરૂપે જ તું પરિણમ્યો છું. ભગવાન! અંદર પંચપરાવર્તનના ભાવથી ભિન્ન તારી ચીજ શુદ્ધ જ્ઞાયકભાવે પડી છે તેનો આશ્રય કર. કેમકે તે વડે સમ્યગ્દર્શન થાય છે.
ભગવાનનો માર્ગ અતિ સુક્ષ્મ છે. લોકો તો બાહ્ય શુભભાવમાં અને પરદ્રવ્યની ક્રિયામાં અનાદિકાળથી અહંપણું કરી રહ્યા છે. પોતાની જે ત્રિકાળી શુદ્ધ વસ્તુ ‘અમ્' તે બાજુ પર રહી ગઈ છે. ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા તે ‘અહમ્’–હું એવો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #267
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ અનુભવ રહી ગયો છે. ગાથા ૧૭–૧૮માં આવે છે કે ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણાનંદ પ્રભુ બાળગોપાળ સર્વમાં બિરાજે છે. બાળગોપાળ તો દેહની અવસ્થા છે, પણ અંદર જ્ઞાયક પ્રભુ ત્રિકાળ છતી ચીજ બિરાજે છે. તે જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાયમાં જાણવામાં આવે છે. પણ અજ્ઞાનીની ત્યાં દષ્ટિ નથી તેથી તે પોતાને માનતો નથી, તેને અનાદિથી રાગનું જ, શુભાશુભભાવનું પરિગ્રહણ છે. અહીં કહે છે કે ભાઈ ! રાગનું ગ્રહણ તો અનંતવાર કર્યું, પણ એ તો અભૂતાર્થ ચીજ છે. ભગવાન આત્મા જ એક ભૂતાર્થ છે. એ ભૂતાર્થના પરિગ્રહથીઆશ્રયથી સમ્યગ્દર્શન થાય છે.
ચોથી ગાથામાં કહ્યું છે કે-રાગની કથા, બંધનની કથા તો અનંતવાર સાંભળી છે, એનો પરિચય અને એનો અનુભવ પણ અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. અહીં કહે છે કે ભગવાન! એક વાર ગુલાંટ ખા. પ્રભુ! એક વાર પલટો ખા. ભૂતાર્થને પકડીને ભૂતાર્થનો અનુભવ કર. જ્ઞાનની પર્યાયમાં ભૂતાર્થનો અનુભવ કરવો તે સમ્યગ્દર્શન છે, અને તે ભૂતાર્થનય છે. અરે ભાઈ ! આ મનુષ્યપણું મળ્યું અને ભગવાન આત્માનો પાકો નિર્ણય અને અનુભવ ન કર્યો તો જિંદગી એમ ને એમ વ્યર્થ ચાલી જશે. જેવી પોતાની ચીજ છે તેને અનુસરીને તેનો અનુભવ કરવો એ જ કરવા યોગ્ય છે.
કોઈ કહે છે કે દિગંબર છે તેને સમકિત તો છે, ભેદજ્ઞાન તો છે. હવે વ્રત ધારણ કરે તો ચારિત્ર થઈ જાય. એમ ન હોય પ્રભુ! લોકોને નિશ્ચય સમકિતની ખબર નથી અને બહારની તત્ત્વાર્થ-શ્રદ્ધા, વ્યવહાર-શ્રદ્ધાના રાગને ધર્મ માને છે. પણ માર્ગ એમ નથી, ભાઈ ! ઊંધું માનવામાં તો આત્માની છેતરપીંડી છે. પૂર્ણાનંદના નાથ ભગવાન આત્માનો જ્યાં અનુભવ નથી ત્યાં જે ક્રિયાકાંડ છે તે બધો અજ્ઞાનભાવ છે, સંસારભાવ છે. બહારથી ઉપવાસાદિ કરે પણ એ બધાં બાળતપ છે. આવી ક્રિયા તો અનંતકાળમાં જીવે અનંતવાર કરી, પણ મિથ્યાત્વ ટળ્યું નહિ તો શું કર્યું? આવી વાત આકરી લાગે પણ શું થાય? આચાર્યદેવ કહે છે કે એકવાર ભૂતાર્થ પદાર્થ તારી પરમાર્થ ત્રિકાળી ધ્રુવ વસ્તુનો અનુભવ કર.
કળશટીકામાં આવે છે કે પઠનપાઠન, પંચપરમેષ્ઠીનું સ્મરણ, ચિંતન, સ્તુતિ ઇત્યાદિ બધું તો જીવે અનંતવાર કર્યું છે. લોકોને બિચારાઓને અભ્યાસ નહિ; ઉપરથી થોડું સાંભળી લે. નિર્ણય કરે નહિ અને અહોનિશ વેપારધંધા ઇત્યાદિ અશુભમાં વ્યર્થ સમય ગાળે. પણ ભાઈ ! તું કયાં જઈશ એ વિચારતો નથી ! ત્યાં રળવા માટે જેટલો પ્રયત્ન કરે છે તેથી અધિક આ સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અન્યથા માથે અનંત સંસારની ડાંગ ઊભેલી જ છે.
જો ગુલાંટ ખાય તો એક ક્ષણમાં ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આચાર્ય અમૃતચંદ્રસ્વામીએ (કળશ ૩૪માં) કહ્યું છે કે-છ માસ અભ્યાસ કર. એક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #268
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૬ ]
[ ૨૫૭
વાર લગની લગાડ; તને તત્ત્વની ઉપલબ્ધિ થશે. ઉપલબ્ધિ ન થાય એવી તારી વસ્તુ નથી. છ માસ લગાતાર પ્રયત્ન કર. જેમ માતાની આંગળીથી નાનું બાળક છૂટું પડી જાય અને તેને કોઈ પૂછે કે–તારું નામ શું? તારું ઘર કયું? તારી શેરી કઈ? તો બાળક કહે કે ‘મારી બા’. માતાના વિરહે બાળક પણ એક બાનું જ ચિંતવન કરે છે. તેમ પ્રભુ! તને અનંતકાળથી આત્માનો વિરહ છે. અને આત્મા આત્મા એમ ચિંતવન ન થાય અને એની સમીપ તું ન જાય તો આ જીવન વ્યર્થ ચાલ્યું જશે. ભાઈ ! સઘળાં કામ છોડીને આ કરવા જેવું છે. સ્તુતિ, વંદના વગેરે બહારની ક્રિયાના વિકલ્પોને તો વિષરૂપ કહ્યા છે, કેમકે ભગવાન અમૃતસ્વરૂપ આત્માથી તે વિરુદ્ધ ભાવ છે. તો એ ઝેરને છોડી તારી ચીજમાં જ્યાં એકલું અમૃત ભર્યું છે ત્યાં જા, ત્યાં જા.
શાસ્ત્રમાં આવે છે કે–જેના દર્શન અને જ્ઞાનમાં આત્મા સમીપ છે અને રાગ દૂર છે તે જ્ઞાની છે. અજ્ઞાનીને રાગ સમીપ છે અને આત્મા દૂર છે. ૫૨માત્મપ્રકાશ દોહા માં આવે છે કે જેને રાગની રુચિ છે તેવા અજ્ઞાનીને આત્મા હૈય છે અને જ્ઞાનીને રાગ હૈય છે અને ત્રિકાળી શુદ્ધ ભૂતાર્થ વસ્તુ ઉપાદેય છે. અરે ભગવાન! તારી બલિહારી છે, પણ તારી તને ખબર નથી. આ બહારની લક્ષ્મી, આબરૂ, વિષય, વાસના, વગેરે ભાવ તો પાપભાવ છે. અને પઠન, પાઠન, સ્તુતિ, ભક્તિ વગેરે જે શુભભાવ આવે તેને પણ ભગવાન ઝેર કહે છે. એ ઝેરથી અમૃતની-આત્માની પ્રાપ્તિ નહિ થાય. ભગવાનનો આ માર્ગ છે; લોકોએ તેને બગાડી નાખ્યો છે. કળશ ૧૮૯માં કહ્યું છે કે-‘વિષ ત પ્રગીતં’–શુભક્રિયારૂપ વિકલ્પો વિષ છે. અંદર આનંદનો કંદ ભગવાન આત્મા બિરાજે છે તે એકનો જ અનુભવ અમૃત છે અને તે જ સમ્યગ્દર્શન છે, ધર્મ છે. આઠ વર્ષની બાલિકા પણ સમ્યગ્દર્શન પામે છે તે અંદર એક ભૃતાર્થ ભગવાન આત્માનો અનુભવ કરીને સમ્યગ્દર્શન પામે છે. આ જ રીત છે.
મેરુ પર્વતથી ઉપર પ્રથમ સ્વર્ગ સૌધર્મ દેવલોક છે. તેમાં બત્રીસ લાખ વિમાન છે. એક વિમાનમાં અસંખ્ય દેવ છે. તે સ્વર્ગનો સ્વામી શક્ર-ઇન્દ્ર એક ભવ કરીને મોક્ષ જવાનો છે. તે હવે પછી મનુષ્યનો દેહ પામી કેવળજ્ઞાન પ્રગટ કરી મોક્ષપદ પામશે. તેની સ્ત્રી ઇન્દ્રાણી-શચી છે. તે જન્મી ત્યારે મિથ્યાદષ્ટિ હતી કેમકે સમકિત હોય તો સ્ત્રી પર્યાયમાં જન્મે નહિ. ઉપજે ત્યારે મિથ્યાત્વસહિત હોય છે, પછી સમક્તિને પ્રાપ્ત થાય છે. તે ઇન્દ્રાણી પણ એક ભવ કરીને મોક્ષ પામશે. અન્ય સંપ્રદાયમાં મલ્લિનાથને સ્ત્રી પર્યાય ઠરાવી છે તે જજૂઠું છે. સ્ત્રી પર્યાયમાં મોક્ષ માને તે બધું કલ્પિત છે. અહા! સંપ્રદાયમાંથી નીકળવું લોકોને કઠણ પડે અને તેમાંથી નીકળે તો શુભભાવમાંથી નીકળવું કઠણ પડે. અહીં તો કહે છે કે-ભૂતાર્થ શુદ્ધ ચિત્તૂપ એકરૂપ વસ્તુનું એકવાર ગ્રહણ કર. ભાઈ! ત્રિકાળી શુદ્ધ ધ્રુવ વસ્તુના અનુભવ વિના સમ્યગ્દર્શન નહિ થાય. લાખ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #269
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮ ]
પ્રવચન રત્નાકર ભાગ-૪ ક્રિયાકાંડના વિકલ્પ કરે, મુનિપણું બહારથી લે, પણ ભૂતાર્થના અનુભવ વિના સમકિત નહિ થાય અને સમકિત વિના ધર્મની શરૂઆત નહિ થાય.
દિગંબરમાં દેવ-ગુરુ-શાસ્ત્ર સત્ય છે. છતાં દિગંબરોને સત્ય વસ્તુની ખબર નથી. અહીં કહે છે કે સર્વ વિકલ્પોને છોડી દે અને ત્રિકાળ સચ્ચિદાનંદ ભગવાન આત્માનો એકવાર અનુભવ કર. અરે ભાઈ ! એટલો નિર્ણય તો પ્રથમ કર કે નિર્મળાનંદનો નાથ ત્રિકાળી શુદ્ધ ચિદાનંદ પ્રભુ અંદર બિરાજે છે તેના અનુભવથી સમ્યગ્દર્શન થાય છે. એ સિવાય બહારથી દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરવી કે નવતત્ત્વના ભેદની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન નથી.
કળશટીકામાં છઠ્ઠી કળશમાં કહ્યું છે કે “મામ્ નવતત્ત્વસન્તતિન્ મુસ્વા” –જીવઅજીવ-આસ્રવ-બંધ-સંવર-નિર્જરા-મોક્ષ-પુણ્ય-પાપના અનાદિ સંબંધને છોડીને જીવ પોતાના સ્વરૂપનો અનુભવનશીલ થાઓ. ભાવાર્થ આમ છે-સંસાર અવસ્થામાં જીવદ્રવ્ય નવતત્ત્વરૂપ પરિણમ્યું છે તે તો વિભાવપરિણતિ છે, તેથી નવતત્ત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે. નવતત્ત્વના ભેદવાળી દષ્ટિ એ મિથ્યાત્વ છે.
‘તવીર્થશ્રદ્ધનમ્ સચદ્ર્શનમ્'–સૂત્રમાં એકવચન છે. ત્યાં અભેદની વાત છે. ભૂતાર્થનું ગ્રહણ કરવાથી નવતત્ત્વની પર્યાયનું જ્ઞાન યથાર્થ થાય છે. અથવા ભૂતાર્થની શ્રદ્ધા કરવાથી આ ત્રિકાળી ચીજ તે ભૂતાર્થ છે અને સંવર આદિ નવતત્ત્વ છે તે એમાં નથી એવું યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન થાય છે અને તે સમ્યગ્દર્શન છે.
અહો! ભૂતાર્થ એટલે પરમાર્થનનું અર્થાત્ શુદ્ધદ્રવ્યાર્થિક અભેદનયનું ગ્રહણ કરવાથી જો તે (અજ્ઞાન) એક વાર પણ નાશ પામે તો જ્ઞાનઘન આત્માને ફરી બંધન કેમ થાય? એકવાર પણ સ્વસમ્મુખપણે અંતર્દષ્ટિ થઈ પછી તેનો નાશ થતો નથી. દ્રવ્યનો નાશ થાય તો દષ્ટિની પર્યાયનો નાશ થાય. પણ દ્રવ્ય તો ત્રિકાળ જ્ઞાનઘન સદા મોજુદ છે. તેથી અનુભવની દષ્ટિનો નાશ થતો નથી. કેટલી જોરદાર દઢતાથી વાત કરી છે. (સમ્યગ્દર્શન) પડી જાય એ વાત અહીં લીધી નથી. આ તો વીરની વાતો છે. ત્યાં કાયરનું કામ નથી. કહ્યું છે ને કે
જે માર્ગે સિંહ સંચર્યા, તરસ લાગી રજ,
એ ઊભા ખડ સૂકશે, નહિ ચરશે હરણ. સમકિતી સિંહ જે માર્ગે વિચર્યા અને તેની જે વાણી આવી તે, આ એકાંત છે એવાં ભય અને શંકા જેને લાગે તે કાયર નહિ સ્વીકારે. બાપુ! આ વીતરાગની વાણી સાંભળવા મળે એ મહાભાગ્ય હોય તો મળે છે અને ધીર-વીરને તે પચે છે.
અહીં કહે છે-ભૂતાર્થનો અનુભવ કરતાં એક વાર મિથ્યાત્વનો નાશ થાય તો જ્ઞાનઘન આત્માને ફરીથી બંધ કેમ થઈ શકે? આવી આ અપ્રતિહત સમ્યગ્દર્શનની વાત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #270
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૬ ]
| [ ૨૫૯ છે. આચાર્યદેવ છે તો છદ્મસ્થદશામાં પણ જોરદાર વાત કરી છે. આ પંચમ આરાના મુનિનું કથન છે. અમૃતચંદ્રદેવે હજાર વર્ષ પહેલાં આ વાત કરી છે. આત્માને પંચમ આરાથી શું સંબંધ છે? બહુ ઊંચી વાત કરી છે. એક તો ભૂતાર્થના પરિગ્રહની વાત કરી અને બીજી વાત એ કરી કે એકવાર મિથ્યાત્વનો નાશ થાય પછી મોહ ફરીથી ઉત્પન્ન નહિ થાય, ફરી બંધન નહિ થાય. ચારિત્રના દોષનો થોડો બંધ છે પણ તે મુખ્ય નથી. અલ્પ સ્થિતિ-રસ પડે છે તેને બંધ ગણવામાં આવ્યો નથી.
પ્રભુ! તું જેમાં ઉદયભાવનો પ્રવેશ નથી એવો જ્ઞાનઘન આત્મા છો. એનું એકવાર યથાર્થ જ્ઞાન થયા પછી જ્ઞાન કયાં જતું રહે? ન જાય. અને જો જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ કયાંથી થાય? કદી ન થાય. અહાહા..! અપ્રતિહત ક્ષયોપશમ સમકિત છે તે ક્ષાયિક સમકિત સાથે જોડાઈ જશે. અહીં પડવાની વાત કરી નથી. જે ચડ્યા તે પડે કેવી રીતે? ભગવાન ચિદાનંદ પર આરૂઢ થયા તે કેમ પડે? અરે ! આ તો વીરોનો વીરપંથ છે. કાયરનાં અહીં કામ નથી. કોઈ પડી જાય તો? અરે! અહીં પડવાની કયાં માંડી ?
મીરાબાઈના નાટકમાં વૈરાગ્યનું દશ્ય આવે છે. રાણો કહે છે કે મીરાં! તું મારા રાજ્યમાં આવ, તને પટ્ટરાણી બનાવું. ત્યારે જવાબમાં મીરાં કહે છેપરણી મારા પિયુજીની સાથ, બીજાનાં મીંઢળ નહિ રે બાંધું,
રાણા! બીજાનાં મીંઢળ નહિ રે બાંધું.” અહા! આવું દશ્ય જોઈને વૈરાગ્યની ધૂન ચઢી જતી. એમ ધર્મી જીવ કહે છે કે
અમને રુચિમાં છે આતમદેવ, બીજે (રાગમાં) અમને રુચે નહિ” અમે ભગવાન આત્માની પ્રતીતિ કરી છે, હવે અમારે બીજાનો પ્રેમ ન હોય.
સીતાજીનું અપહરણ કરીને રાવણ લંકામાં લઈ ગયો. પછી ત્યાં બગીચામાં સીતાજીને મનાવવા જાય છે. ત્યારે સીતાજી રાવણને કહે છે-રામચંદ્ર સિવાય સ્વને પણ અમને બીજો પતિ ન હોય. રાવણ ! દૂર ઉભો રહેજે; નહિતર સતીના મુખમાંથી નીકળેલાં વચન તને ભસ્મ કરી દેશે. હું તો પતિવ્રતા સ્ત્રી છું. બીજાનું લક્ષ અમને સ્વપ્ન પણ ન હોય. એમ અહીં ધર્મી કહે છે કે અમને એકવાર ભેદજ્ઞાન થયું છે. હવે અમે પડવાના નથી. ફરીને અમને બંધ નહિ થાય. અહાહા..! જગતને ઉપદેશ આપતા આચાર્યદવ કેટલા જોરથી વાત કરે છે !
એકવાર સમ્યજ્ઞાન પ્રગટ થયા પછી અજ્ઞાન કેમ આવે? અને ફરી બંધ ક્યાંથી થાય ? કદી ન થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #271
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬O ]
પ્રવચન રત્નાકર ભાગ-૪ * કળશ પ૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “અહીં તાત્પર્ય એમ છે કે-અજ્ઞાન તો અનાદિનું જ છે. પરંતુ પરમાર્થનયના ગ્રહણથી, દર્શનમોહનો નાશ થઈને, એકવાર યથાર્થ જ્ઞાન થઈને ક્ષાયિક સમ્યત્વ ઊપજે તો ફરી મિથ્યાત્વ ન આવે. મિથ્યાત્વ નહિ આવતાં મિથ્યાત્વનો બંધ પણ ન થાય. અને મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે? ન જ રહે અર્થાત્ મોક્ષ જ થાય એમ જાણવું.”
પોતાના ત્રિકાળી સ્વભાવને ભૂલીને રાગ અને પરવસ્તુ મારાં છે અને હું તેનો કર્તા છું એવું મોહરૂપી અજ્ઞાન અનાદિનું છે. આમ તો અજ્ઞાન એક એક સમયનું છે. બીજા સમયે બીજું, ત્રીજા સમયે ત્રીજું એમ પરંપરાથી પ્રવાહરૂપે અજ્ઞાન અનાદિનું છે. અજ્ઞાનની પર્યાયનો પ્રવાહ અનાદિથી છે તેથી અજ્ઞાન અનાદિનું કહ્યું છે. એવી પર્યાયને ગ્રહણ કરવી તે પર્યાયબુદ્ધિ છે. આ પર્યાયબુદ્ધિનો ત્યાગ કરીને ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યનું ગ્રહણ કરવું તે જૈનધર્મ છે. જૈનધર્મ છે તે પર્યાય છે પણ તેની દષ્ટિ દ્રવ્ય ઉપર છે અને તેને પરમાર્થનયનું ગ્રહણ કહે છે. અહીં ભાવાર્થમાં પરમાર્થનયનું ગ્રહણ એમ એક જ શબ્દ લીધો છે. ટીકામાં ભૂતાર્થ, પરમાર્થ, શુદ્ધ દ્રવ્યાર્થિક નય અને અભેદનયનું ગ્રહણ એમ ચાર શબ્દ લીધા હતા. તે બધાનો એક જ અર્થ છે. અહાહા..! વસ્તુ ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છતી મોજૂદગીવાળી ચીજ મહાપ્રભુ છે. તેને જેવી છે તેવી જ્ઞાન અને શ્રદ્ધાનમાં લઈને અનુભવ કરતા મિથ્યાત્વનો નાશ થઈ સમ્યકત્વ ઉપજે છે.
જ્ઞાનનો સ્વભાવ જ સ્વપરપ્રકાશક છે. તેથી અજ્ઞાનીને પણ જ્ઞાનની પર્યાયમાં સ્વ એટલે પોતાનો આત્મા સદા જાણવામાં આવે જ છે. પરંતુ તેની દષ્ટિ સ્વ ઉપર જતી નથી. તેની દષ્ટિ રાગ અને પર્યાય ઉપર જ રહે છે. તેથી પોતાને પોતે જણાતો હોવા છતાં દૃષ્ટિ અન્યત્ર રહેતી હોવાથી અજ્ઞાની હું આ (આત્મા) છું એમ માનતો નથી. તેને કહે છે-ભાઈ ! તારી મહત્તા અપરંપાર છે. ત્રણલોકનો નાથ અનંતગુણની સમૃદ્ધિથી ભરેલો તું ચિદાનંદ ભગવાન છે. તારી દષ્ટિ તું ત્યાં સ્થાપ. તેથી મિથ્યાત્વનો નાશ થઈને તને સમ્યગ્દર્શન થશે અને પછી ફરીથી મિથ્યાત્વ નહિ થાય. રાગ અને પર્યાય પરથી દષ્ટિ હુઠાવીને તારી ચૈતન્યમય ત્રિકાળી ચીજ પ્રતિ દષ્ટિ કર.
શ્રદ્ધાની પર્યાય જાણતી નથી. જાણે છે તો જ્ઞાનની પર્યાય. શ્રદ્ધાની પર્યાય સ્વ તરફ ઝુકવાથી દ્રવ્યની શ્રદ્ધા થાય છે. શ્રદ્ધાની પર્યાય અનાદિથી પર તરફ-રાગ અને નિમિત્ત તરફ ઝુકેલી છે. તે શ્રદ્ધાની પર્યાય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તરફ ઝુકે તો દ્રવ્ય જ તેની શ્રદ્ધામાં આવે છે અને તેનું જ નામ ધર્મ છે. શ્રદ્ધામાં આ દ્રવ્ય છે એવું જ્ઞાન નથી. શ્રદ્ધાની પર્યાય અંતર્મુખ વળી ત્યાં આ આત્મા તે જ હું એમ ભગવાન આત્માની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #272
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૬ ]
[ ર૬૧ પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન ધર્મનું પહેલું પગથિયું છે. સાથે જે અનુભૂતિ છે તેમાં એનો ખ્યાલ આવે છે.
અરે ભાઈ ! શુભભાવનો તને કેમ આટલો પ્રેમ છે? શુભભાવ તો અભવિને પણ થાય છે. નિગોદના જીવને પણ શુભભાવ થતા હોય છે. શુભભાવ એ તો કર્મના સંગે થતો વિકાર છે. લસણની એક બારીક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર હોય છે. અને તે દરેકમાં અનંત નિગોદિયા જીવ હોય છે. તે દરેક જીવને ક્ષણે શુભ ક્ષણે અશુભ એવા ભાવ થયા કરે છે. માટે શુભભાવ એ કોઈ નવી અપૂર્વ ચીજ નથી. નિયમસારમાં (શ્લોક ૧૨૧માં) આવે છે કે કથનમાત્ર એવા વ્યવહારરત્નત્રયના પરિણામને ભવસાગરમાં ડૂબેલા જીવે અનંતવાર કર્યા છે. અરે ભાઈ ! ભવના ભાવ ઉપરથી દષ્ટિ ખસેડીને ગુલાંટ ખા. શ્રદ્ધાની પર્યાય શુદ્ધ ચૈતન્યમય વસ્તુમાં અંદર જાય તે અપૂર્વ ચીજ છે. પલટો ખાઈને તું અંતરમાં-વસ્તુમાં ઢળી જા. તેથી તને અલૌકિક અનુભવ સહિત સમ્યગ્દર્શન થશે. આ રાગની મંદતા અને પરલક્ષી જાણપણું એ કોઈ ચીજ નથી. પરમાર્થનયના ગ્રહણથી મિથ્યાત્વનો નાશ થાય એ મુદ્દાની ચીજ છે.
ભગવાન આત્મા શુદ્ધચૈતન્યમય વસ્તુમાં ઝુકાવ કરવાથી જે ભૂતાર્થનો અનુભવ થયો તે અનુભવથી મિથ્યાત્વનો નાશ થાય છે, કષાયની મંદતાથી મિથ્યાત્વનો નાશ થતો નથી. કષાયની મંદતા હોય તો અનંતાનુબંધી અને દર્શનમોહનો રસ થોડો પડે છે. પણ એ કાંઈ ચીજ નથી. રાગ મંદ થાય તે કાંઈ વસ્તુ નથી, કેમકે શુભના કાળમાં મિથ્યાત્વનો રસ મંદ હો પણ એનાથી કાંઈ મિથ્યાત્વનો નાશ થતો નથી. આવી જ વસ્તુસ્થિતિ છે અને તે અનંત તીર્થકરોએ એમ જ જાણી છે અને કહી છે.
અહીં આચાર્યદેવ કહે છે કે એકવાર અનુભવ થયો પછી બંધન કેમ થાય? સ્વરૂપની સાવધાનીમાં અનુભવના કાળે દર્શનમોહનો નાશ થાય છે. ત્યાં પ્રથમ ઉપશમ સમકિત થઈને ક્ષયોપશમ સમકિત થાય છે. તે ક્ષયોપશમ પણ પડવાનું નથી એમ કહે છે. દ્રવ્યનો અભાવ થાય તો ક્ષયોપશમ સમકિત પડી જાય એમ જોરદાર વાત કરી છે. મિથ્યાત્વ ગયા પછી રાગથી અલ્પબંધન થાય તે અહીં ગણતરીમાં નથી, કેમકે જે ભાવથી અનંત સંસાર વધે તે ભાવને સંસાર અને બંધન (મુખ્યપણે ) કહેવામાં આવ્યું છે.
એકવાર જ્ઞાન થઈને ક્ષાયિક સમકિત ઊપજે તો ફરી મિથ્યાત્વ ન આવે. મિથ્યાત્વ નહિ આવતાં મિથ્યાત્વનો બંધ પણ ન થાય. અને મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે? ન જ રહે અર્થાત્ મોક્ષ જ થાય એમ જાણવું. મિથ્યાત્વ છે એ જ આસ્રવ-બંધ છે. શક્તિરૂપ સ્વભાવનો-મોક્ષસ્વરૂપ સ્વભાવનો અનુભવ થયો તેને વ્યક્તિરૂપ મોક્ષ થશે જ થશે, પડવાની વાત જ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #273
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ ફરીને વિશેષતાથી કહે છે:
* કળશ પ૬: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * માત્મા' આત્મા તો “સા' સદા માત્મમાવાન' પોતાના ભાવોને ‘રોતિ' કરે છે અને “:' પરદ્રવ્ય “પરમાવાન' પરના ભાવોને કરે છે; ‘હિ' કારણ કે “મીત્મન: ભાવ:' પોતાના ભાવો છે તે તો માત્મા ઇવ' પોતે જ છે અને “પરચ તે' પરના ભાવો છે. તે ‘પર: "વ' પર જ છે (એ નિયમ છે).
આમા કાં તો પોતાના શુદ્ધ ચૈતન્યપરિણામને કરે, કાં તો પોતાના અશુદ્ધ ચૈતન્યપરિણામને કરે. કાં તો પોતાના સમ્યગ્દર્શન-જ્ઞાન પરિણામને કરે, કાં તો મિથ્યાત્વરાગદ્વેષના પરિણામને કરે; પણ પરદ્રવ્યના પરિણામને કદીય ન કરે. પોતાના ભાવને પોતે કરે અને પરના ભાવને પર કરે છે.
જ્ઞાનાવરણીય કર્મના આસ્રવના છે કારણ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યાં છે. ત્યાં છે કારણરૂપ જે જીવના પરિણામ તેનો કર્તા જીવ છે પણ જ્ઞાનાવરણીય કર્મની પર્યાયનો કર્તા આત્મા નથી. ષોડશકારણ ભાવનાના પરિણામનો કર્તા આત્મા છે પણ તીર્થંકર પ્રકૃતિનો જે બંધ થાય તેનો કર્તા આત્મા નથી.
જ્ઞાનીને કહ્નબુદ્ધિથી શુભભાવ થતા નથી; પણ પરિણમન છે તે અપેક્ષાએ તેને કર્તા કહેવાય છે. શુભભાવ કરવા લાયક છે એવી બુદ્ધિ તો સમકિતીને ઉડી ગઈ હોય છે. તેથી પરિણમનની અપેક્ષાએ જ્ઞાની તે શુભભાવનો કર્તા હો, પણ તીર્થંકરનામકર્મની પ્રકૃતિનો જે બંધ થાય છે તેનો તે કર્તા નથી. અકર્મદશા હતી તે પલટીને તીર્થંકરનામ-કર્મરૂપ દશા થઈ તેનો આત્મા કર્તા નથી; તેનો કર્તા કર્મ-પુદ્ગલ છે. દયા, દાન આદિના ભાવ થાય તેનું જ્ઞાનીને પરિણમન હોય પણ તે દયાના ભાવ વડે પરની દયા પાળી શકે છે એમ નથી. પરના પરિણામને આત્મા કરી શકે એમ છે જ નહિ.
પરના ભાવનો કર્તા પરદ્રવ્ય છે. બોલવાની ભાષાની જે પર્યાય છે તે પરનો ભાવ છે. તે તે પરમાણુ તે ભાવના કર્તા છે. બોલવાના રાગરૂપ પરિણામ થાય તેનો કર્તા આત્મા છે. રાગનું પરિણમન થાય છે તે અપેક્ષાએ જ્ઞાનીને તેનો કર્તા કહેવામાં આવે છે. પણ તે રાગ કરવા લાયક છે એમ જ્ઞાની માનતા નથી. રાગના સ્વામીત્વપણે જ્ઞાની પરિણમતા નથી.
પરદ્રવ્યના કર્તાકર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું છે કે જે એવું માને તે મિથ્યાદષ્ટિ છે. પરની સેવા કરી શકું છું, બીજાનું દુઃખ ટાળી શકું છું, બીજાને આહાર-પાણી, કપડાં ઇત્યાદિ દઈ શકું છું. આવું માને તે મિથ્યાષ્ટિ છે.
ક્ષાયિક સમકિતી હોય એવા મુનિને પણ રાગ આવે છે, પરિણમનની અપેક્ષાએ તે એના કર્તા છે, પણ એ કરવા લાયક છે એમ તે માનતા નથી.
[ પ્રવચન નં. ૧૪૭ થી ૧૫ર * દિનાંક ૫-૮-૭૬ થી ૧૦-૮-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #274
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૮૭ मिच्छत्तं पुण दुविहं जीवमजीवं तहेव अण्णाणं। अविरदि जोगो मोहो कोहादीया इमे भावा।। ८७।।
मिथ्यात्वं पुनर्द्विविधं जीवोऽजीवस्तथैवाज्ञानम्।
अविरतिर्योगो मोहः क्रोधाद्या इमे भावाः।। ८७।। પદ્રવ્યના કર્તાકર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું કે જે એવું માને તે મિથ્યાદષ્ટિ છે; ત્યાં આશંકા ઊપજે છે કે આ મિથ્યાત્વાદિ ભાવો શી વસ્તુ છે? જો તેમને જીવના પરિણામ કહેવામાં આવે તો પહેલાં રાગાદિ ભાવોને પુદ્ગલના પરિણામ કહ્યા હુતા તે કથન સાથે વિરોધ આવે છે; અને જો પુદ્ગલના પરિણામ કહેવામાં આવે તો જેમની સાથે જીવને કાંઈ પ્રયોજન નથી તેમનું ફળ જીવ કેમ પામે? આ આશંકા દૂર કરવાને હવે ગાથા કહે છે:
મિથ્યાત્વ જીવ અજીવ દ્વિવિધ, એમ વળી અજ્ઞાન ને
અવિરમણ, યોગો, મોહ ને ક્રોધાદિ ઉભયપ્રકાર છે. ૮૭. ગાથાર્થઃ- [પુન:] વળી, [ મિથ્યાવં] જે મિથ્યાત્વ કહ્યું તે [ દ્વિવિવું] બે પ્રકારે છે[ નીવ: શનીવ: ] એક જીવમિથ્યાત્વ અને એક અજીવમિથ્યાત્વ; [ તથા ઈવ] અને એવી જ રીતે [મજ્ઞાન] અજ્ઞાન, [વિરતિઃ] અવિરતિ, [યો :] યોગ, [મોદ:] મોહ અને [ોધરા:] ક્રોધાદિ કષાયો- [મે માવા:] આ (સર્વ) ભાવો જીવ અને અજીવના ભેદથી બબ્બે પ્રકારે છે.
ટીકા - મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે તે પ્રત્યેક, મયૂર અને દર્પણની જેમ, અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી અજીવ પણ છે અને જીવ પણ છે. તે દષ્ટાંતથી સમજાવવામાં આવે છે. જેમ ઘેરો વાદળી, લીલો, પીળો આદિ (વર્ણરૂપ) ભાવો કે જેઓ મોરના પોતાના સ્વભાવથી મોર વડ ભાવવામાં આવે છે (–બનાવાય છે, થાય છે) તેઓ મોર જ છે અને (દર્પણમાં પ્રતિબિંબરૂપે દેખાતા) ઘેરો વાદળી, લીલો, પીળો ઇત્યાદિ ભાવો કે જેઓ (દર્પણની) સ્વચ્છતાના વિકારમાત્રથી દર્પણ વડે ભાવવામાં આવે છે તેઓ દર્પણ જ છે, તેવી જ રીતે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ અજીવના પોતાના દ્રવ્યસ્વભાવથી અજીવ વડે ભાવવામાં
* ૮૬ મી ગાથામાં પ્રિક્રિયાવાદીને મિથ્યાદષ્ટિ કહ્યા હતા તેની સાથે સંબંધ કરવાને અહીં “પુન:' શબ્દ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #275
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ આવે છે તેઓ અજીવ જ છે અને મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ ચૈતન્યના વિકારમાત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તેઓ જીવ જ છે.
ભાવાર્થ- પુદ્ગલના પરમાણુઓ પૌગલિક મિથ્યાત્વાદિ કર્મરૂપે પરિણમે છે. તે કર્મનો વિપાક (ઉદય) થતાં તેમાં જે મિથ્યાત્વાદિ સ્વાદ ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વાદિ અજીવ છે; અને કર્મના નિમિત્તથી જીવ વિભાવરૂપ પરિણમે છે તે વિભાવ પરિણામો ચેતનના વિકાર છે તેથી તેઓ જીવ છે.
અહીં એમ જાણવું કે-મિથ્યાત્વાદિ કર્મની પ્રકૃતિઓ છે તે પુદ્ગલદ્રવ્યના પરમાણુ છે. જીવ ઉપયોગસ્વરૂપ છે. તેના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે પૌગલિક કર્મનો ઉદય થતાં તેના ઉદયનો જે સ્વાદ આવે તેના આકારે ઉપયોગ થઈ જાય છે. અજ્ઞાનીને અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદજ્ઞાન નથી તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે. જ્યારે તેમનું ભેદજ્ઞાન થાય અર્થાત્ જીવભાવને જીવ જાણે અને અજીવભાવને અજીવ જાણે ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યજ્ઞાન થાય છે.
સમયસાર ગાથા ૮૭: મથાળું પદ્રવ્યના કર્તાકર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું કે જે એવું માને તે મિથ્યાષ્ટિ છે; ત્યાં આશંકા ઊપજે છે કે આ મિથ્યાત્વાદિ ભાવો શી વસ્તુ છે? જો તેમને
જીવના પરિણામ કહેવામાં આવે તો પહેલાં રાગાદિ ભાવોને પુદ્ગલના પરિણામ કહ્યા હતા તે કથન સાથે વિરોધ આવે છે; અને જો પુદગલના પરિણામ કહેવામાં આવે તો જેમની સાથે જીવને કાંઈ પ્રયોજન નથી તેમનું ફળ જીવ કેમ પામે ? આ આશંકા દૂર કરવાને હવે ગાથા કહે છે:
* ગાથા ૮૭: ટીકા ઉપરનું પ્રવચન * મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે તે પ્રત્યેક, મયૂર અને દર્પણની જેમ, અજીવ અને જીવ વડ ભાવવામાં આવતા હોવાથી અજીવ પણ છે અને જીવ પણ છે. તે દષ્ટાંતથી સમજાવવામાં આવે છે - જેમ ઘેરો વાદળી, લીલો, પીળો આદિ (વર્ણરૂપ) ભાવો કે જે મોરના પોતાના સ્વભાવથી મોર વડે ભાવવામાં આવે છે (–બનાવાય છે, થાય છે) તેઓ મોર જ છે અને (દર્પણમાં પ્રતિબિંબરૂપે દેખાતા) ઘેરો વાદળી, લીલો, પીળો ઇત્યાદિ ભાવો કે જેઓ (દર્પણની) સ્વચ્છતાના વિકારમાત્રથી દર્પણ વડે ભાવવામાં આવે છે તેઓ દર્પણ જ
જાઓ, લીલો, પીળો, વાદળી જે મોરનો રંગ છે તે મોરનો ભાવ છે માટે તેઓ મોર જ છે. દર્પણમાં જે પ્રતિબિંબ દેખાય છે તે મોરની પર્યાય નથી; તે દર્પણની સ્વચ્છતાનો વિકારમાત્ર છે, માટે તે દર્પણ જ છે. અરીસામાં જે અવસ્થા થઈ તે અરીસાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #276
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૭ ]
[ ર૬૫ થઈ છે, મોરને લઈને તે થઈ નથી. મોરમાં જે રંગ દેખાય છે તે મોર છે અને અરીસામાં જે છે તે અરીસાની સ્વચ્છતાના વિકારમાત્રથી થયેલી અરીસાની અવસ્થા છે. મોર મોરમાં છે અને અરીસામાં જે દેખાય છે તે અરીસાની સ્વચ્છતાનો વિકાર છે.
પ્રશ્ન:- મોર નિમિત્ત તો છે?
ઉત્તર- હા, મોર નિમિત્ત છે એનો અર્થ જ એ કે અરીસાની અવસ્થા મોરથી થઈ નથી. અને ત્યારે તો તે નિમિત્ત કહેવામાં આવે છે; મોરથી જો તે અરીસાની અવસ્થા થઈ છે એમ કહો તો મોર અરીસાની અવસ્થાનું ઉપાદાન થઈ જાય.
અન્યમતવાળા ઇશ્વરને કર્તા માને છે અને કોઈ જૈનો વિકારનો કર્તા કર્મને માને છે તો તે બન્ને માન્યતા એક સરખી જૂઠી છે. અરીસાની અવસ્થા અરીસાની સ્વચ્છતાના વિકારને લઈને થઈ છે, મોરને લઈને તે થઈ નથી.
તેવી જ રીતે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ અજીવના પોતાના દ્રવ્યસ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે તેઓ અજીવ જ છે અને મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ ચૈતન્યના વિકારમાત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તેઓ જીવ જ છે.”
જ્ઞાનાવરણીય આદિ કર્મ તે જડની પર્યાય છે. જડની પર્યાયનો ભાવ જડરૂપ છે. મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ એ જડની અવસ્થા જડમાં થાય છે. મિથ્યાદર્શન તે દર્શનમોહનીય કર્મની પર્યાય, અજ્ઞાન તે જ્ઞાનાવરણીય કર્મની પર્યાય અને અવિરતિ તે ચારિત્રમોહનીય કર્મની પર્યાય છે. ક્રોધ, માન, માયા અને લોભ તે ચારિત્રમોહનીય કર્મની પર્યાય છે. કર્મનો ઉદય આવે તે જડની પર્યાય છે. કર્મના ઉદયથી જીવમાં વિકાર થાય છે એમ નથી. દર્શનમોહનીય કર્મની પર્યાય તે અજીવના દ્રવ્યસ્વભાવથી થઈ છે. જીવે મિથ્યાત્વના ભાવ કર્યા તો ત્યાં દર્શનમોહનીય કર્મની પર્યાય થઈ એમ નથી. અને દર્શનમોહકર્મનો ત્યાં જડમાં ઉદય આવ્યો તો અહીં જીવમાં મિથ્યાત્વની પર્યાય થઈ એમ નથી. પરમાણુની પર્યાય ત્યાં પોતાના દ્રવ્યસ્વભાવથી થઈ છે, અજીવ વડે થઈ છે માટે તે અજીવ જ છે.
જીવમાં મિથ્યા શ્રદ્ધા અને રાગ દ્વેષના પરિણામ થાય તે જીવ વડે થાય છે માટે તે જીવ જ છે. અજ્ઞાનીને ભેદજ્ઞાન નથી તેથી તે માને છે કે રાગ થાય છે તે કર્મકૃત છે. અહીં તો ચોકખી વાત કરી છે કે પાણી ઉનું થાય છે તે અગ્નિ વિના ઉનું થાય છે. અગ્નિની પર્યાય અગ્નિમાં છે તે અગ્નિ જ છે અને પાણીની ઉષ્ણ પર્યાય પાણીમાં છે. પાણી અગ્નિથી ઉષ્ણ થયું છે એમ નથી. ચોખા પાકે છે તે ચોખાની પોતાની પર્યાય છે, ઉના પાણીથી ચોખા પાકે છે એમ છે નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #277
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ કેટલાક કહે છે કે વિકાર કર્મથી થાય અને પોતાથી પણ થાય એમ માનીએ તો અનેકાંત થાય. અરે ભાઈ ! એ અનેકાંત છે જ નહિ. વિકાર પોતાથી થાય અને કર્મથી ન થાય એ સાચું અનેકાંત છે. જેમ કુંભારથી ઘડો થયો નથી, અગ્નિથી પાણી ઉષ્ણ થયું નથી તેમ નિમિત્તથી જીવમાં વિકાર થયો નથી. (નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ થતું નથી).
લોકોને લાગે કે આ તો સાધારણ ભૂલ છે. પણ ભાઈ ! આ તો મોટી મૂળમાં ભૂલ છે. ચારિત્રમોહનો ઉદય છે માટે અહીં અવ્રતના પરિણામ થાય છે એમ નથી. અવિરતિ આદિ ભાવ પોતાથી થાય છે. કર્મના ઉદયથી અજ્ઞાન થાય છે, કર્મના ઉદયથી મિથ્યાત્વ થાય છે કે કર્મના ઉદયથી અવિરતિ-વિષયવાસનાના ભાવ થાય છે એમ છે નહિ. દર્શનમોહની પર્યાય તે અજીવનો ભાવ છે અને તેથી અજીવ જ છે. જ્ઞાનાવરણીય કર્મ તે અજીવનો ભાવ છે અને તેથી તે અજીવ જ છે. અને જીવમાં અજ્ઞાન થાય તે જીવથી પોતાથી થાય છે માટે તે જીવ જ છે. મિથ્યાશ્રદ્ધા જીવની પર્યાયમાં જીવથી થાય છે માટે તે જીવ છે અને દર્શનમોહકર્મની પર્યાય છે તે અજીવ છે.
બહુ સ્પષ્ટ વાત છે કે કર્મથી જીવને વિકાર થતો નથી. કર્મને લઈને જો જીવની ભૂલ હોય તો કર્મ ટળે તો ભૂલ મટે; પોતાના પુરુષાર્થથી ભૂલ મટે એમ ન રહ્યું! પણ એમ છે નહિ. પોતાના પુરુષાર્થથી ભૂલ મટે છે.
- રાગ દ્વેષને કથંચિત્ પુદ્ગલના પરિણામ કહ્યા છે એ બીજી વાત છે. ત્યાં તો પોતાના સ્વભાવમાં રાગ ઉત્પન્ન થાય એવી કોઈ શક્તિ નથી. રાગ જીવનો સ્વભાવ નથી, વિભાવ છે. એટલે રાગથી ભગવાન આત્મા ભિન્ન છે એવું ભેદજ્ઞાન થતાં (સમ્યગ્દર્શન થતાં) સમકિતીને આત્મા વ્યાપક અને નિર્મળ પર્યાય તેનું વ્યાપ્ય છે. વળી રાગ એની પર્યાયમાંથી ભિન્ન પડી જાય છે. એટલે કર્મ વ્યાપક અને રાગ તેનું વ્યાપ્ય-એમ ગણીને નિમિત્તની મુખ્યતાથી રાગને પુગલના પરિણામ કહ્યા છે.
અહીં કહે છે કે જ્યાં સુધી મિથ્યાત્વના ભાવ છે ત્યાં સુધી મિથ્યાદર્શન, અજ્ઞાન અને રાગ દ્વેષ તે જીવની પર્યાય છે. તે જીવ જ છે. પરના કારણે, કર્મના કારણે બીલકુલ તે પર્યાય થઈ નથી. કુંભારથી ઘડો બીલકુલ થયો નથી. ગાથા ૩૭ર માં સ્પષ્ટ કહ્યું છે કે “જીવને પદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય વડ અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે. અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યના ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી. તેથી એ સિદ્ધાંત છે કે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઊપજે છે. અહીં ગુણનો અર્થ પર્યાય થાય છે. પોતાની પર્યાયની યોગ્યતાથી તે પર્યાય ઉત્પન્ન થાય છે. મિથ્યાદર્શનની પર્યાય પણ પર્યાયની યોગ્યતાથી પોતામાં ઉત્પન્ન થાય છે; પરથી કે કર્મથી બીલકુલ નહિ. તેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #278
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૭ ]
[ ર૬૭ આત્માથી કર્મબંધનની પર્યાય ઉત્પન્ન કરાવાની અયોગ્યતા છે. કર્મબંધની પર્યાય પોતાની યોગ્યતાથી કર્મબંધપણે ઉત્પન્ન થાય છે.
ત્યારે કોઈ એમ કહે કે વિકાર થવામાં ૫૦ ટકા કર્મના અને ૫૦ ટકા જીવના રાખો. અહીં કહે છે કે સો એ સો ટકા વિકાર જીવના પરિણામમાં પોતાથી થાય છે; કર્મના કારણે એક ટકો પણ નહિ. ઉપાદાનના સો એ સો ટકા ઉપાદાનમાં અને નિમિત્તના સો એ સો ટકા નિમિત્તમાં છે. આત્મામાં મિથ્યાત્વનો ભાવ થયો તે સો એ સો ટકા પોતાથી થયો છે; એક ટકો પણ નિમિત્તના-દર્શનમોહકર્મના કારણે જીવમાં મિથ્યાત્વભાવ થયો નથી.
લોકો તો ખાવું, પીવું, રળવું ઇત્યાદિ બહારમાં અશુભમાં રોકાઈ ગયા છે. તેમને આનો નિર્ણય કરવાની કયાં ફુરસદ છે? પણ ભાઈ ! આનો યથાર્થ નિર્ણય કર્યા વિના તને કેટલું નુકશાન થઈ રહ્યું છે તેની તને ખબર નથી. અરે! પછી તું સર્વશક્તિ (નિર્ણય કરવાની) ખોઈ બેસીશ. અહીં નિર્ણય કરાવે છે કે-જીવ પોતાના ઊંધા પુરુષાર્થથી મિથ્યાત્વાદિપણે પરિણમે છે અને પોતાના સવળા પુરુષાર્થથી મિથ્યાત્વાદિના નાશપણે (સમ્યકત્વાદિપણે ) પરિણમે છે; તેમાં પરદ્રવ્યનું સંચમાત્ર પણ કારણ નથી. પરદ્રવ્ય પરદ્રવ્યમાં સ્થિત છે. તે પોતાની સત્તામાં આવતું નથી. પરદ્રવ્યની સત્તા પોતામાં આવી જાય તો પરદ્રવ્યની સત્તાનો નાશ થઈ જાય. આત્મા પરદ્રવ્યની સત્તામાં પ્રવેશ કરે તો પરદ્રવ્યની પર્યાય કરી શકે. પરંત પદ્રવ્યની સત્તામાં આત્મા જાય તો પોતાની સત્તાનો નાશ થઈ જાય. પણ એમ કદીય બનતું નથી. (કોઈ દ્રવ્ય પોતાની સત્તા છોડતું નથી). એક સમયની પર્યાયસત્તા પણ પોતાની પોતામાં રહે છે. આવી જ વસ્તુસ્થિતિ છે. માટે પોતે પરનું કાંઈ કરે અને પર પોતાનું કાંઈ કરે એ વાત ત્રણકાળમાં સંભવિત નથી.
નિગોદના જીવથી માંડી પરમાણુ આદિ સર્વદ્રવ્યો પોતાના સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે. પોતાની પર્યાયની યોગ્યતાથી વિકાર આદિ ઉત્પન્ન થાય છે, પરને લઈને બીલકુલ ઉત્પન્ન થતો નથી. પૂજાની જયમાલામાં આવે છે કે
“કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ.” કર્મ છે એ તો જડની પર્યાય છે. ભૂલ તો પોતામાં પોતાના કારણે થાય છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એવા પોતાના પકારકથી જીવમાં વિકાર થાય છે. નિશ્ચયથી વિકાર પરકારકોની અપેક્ષા વિના પોતાથી થાય છે. જેમ કુંભાર વડે ઘડો કરાવાની અયોગ્યતા છે તેમ કર્મ વડે જીવનો વિકાર કરાવાની અયોગ્યતા છે.
માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ; માટી જ કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી કુંભભાવે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #279
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ ઊપજે છે. તેવી જ રીતે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ અજીવના પોતાના દ્રવ્યસ્વભાવથી અજીવ વડ ભાવવામાં આવે છે તેઓ અજીવ જ છે અને મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ ચૈતન્યના વિકારમાત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તેઓ જીવ જ છે. ' અરે ! જેને બે દ્રવ્યો વચ્ચે ભિન્નતા કરવાની તાકાત નથી તેને રાગ અને સ્વભાવને ભિન્ન કરવાની તાકાત કયાંથી આવશે? રાગથી ભિન્ન અંદર જ્ઞાયક સ્વરૂપ ચૈતન્યસ્વભાવમય અતીન્દ્રિય આનંદનો કંદ ભગવાન આત્મા બિરાજે છે. તેનો આશ્રય કરવાથી ધર્મની દશાઆનંદની દશા ઉત્પન્ન થાય છે. વ્યવહારથી કે રાગથી ધર્મની દશા ઉત્પન્ન થાય એમ અમે દેખતા નથી એમ આચાર્યદવ કહે છે.
કોઈ એમ કહે કે સમ્યગ્દર્શન થયા પછી જે અવ્રતના પરિણામ થાય છે તે ચારિત્રમોહકર્મના કારણે થાય છે, તેને કહે છે કે એમ નથી. જાઓ, બળદેવે વાસુદેવનું મડદું છે માસ માટે ખભે ફેરવ્યું ત્યાં ચારિત્રમોહના ઉદયના કારણે તે ભાવ આવ્યો હતો એમ નથી. તે ભાવ સ્વયં પોતાના કારણે થયેલો છે, ચારિત્રમોહનો ઉદય તો નિમિત્તમાત્ર છે.
એક છૂટો પરમાણુ સૂક્ષ્મ છે. તે સ્થૂળ સ્કંધમાં ભળતાં સ્થૂળતાને ધારણ કરે છે. તો તે ધૂળને લઈને સૂક્ષ્મમાંથી સ્થૂળ થયું એમ બીલકુલ નથી. પોતાની પર્યાયની યોગ્યતાથી સૂક્ષ્મમાંથી સ્થૂળ થાય છે. બીજા પરમાણુમાં બીજાને સ્થૂળ કરવાની અયોગ્યતા છે. તે પરમાણુની ધૂળ થવાની પોતાની યોગ્યતા છે માટે તે સૂક્ષ્મ પલટીને સ્થૂળ થાય છે.
રાગથી આત્માને લાભ થાય, વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એ માન્યતા મિથ્યાદર્શન છે. પંચાસ્તિકાયમાં ભિન્ન સાધ્ય-સાધનની વાત કરી છે તે ઉપચારથી કરી છે. વળી રાગ પોતે કરે અને નાખે કર્મના માથે તો તે પણ અનીતિ-અન્યાય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે તારો સંસાર તારા અપરાધથી છે; તારો અપરાધ એટલો કે પોતાને ભૂલીને પરને તું પોતાનું માને છે. શ્રીમદ્ રાજચંદ્રજી સમ્યગ્દષ્ટિ અનુભવી પુરુષ હતા. અલ્પકાળમાં મોક્ષ જવાના છે. તેમની ક્ષયોપશમ શક્તિ અજબ હતી. તેમણે સંક્ષેપમાં કહ્યું છે કે-જીવ પોતાના અપરાધથી સંસારમાં રખડે છે, કર્મના કારણે રખડે છે એમ નથી.
અહો! દિગંબર સંતોએ અલૌકિક માર્ગ કહ્યો છે. કહે છે કે-મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જે ચૈતન્યના વિકારમાત્રથી જીવ વડ ભાવવામાં આવે છે તે જીવ જ છે. વિકારમાત્રથી એટલે પોતાની વિકૃત અવસ્થાથી જીવમાં વિકાર થયો છે, નિમિત્તથી થયો છે એમ બીલકુલ નથી. જેમ લીલી, પીળી આદિ અવસ્થાપણે અરીસો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #280
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૭ ]
| [ ર૬૯ પોતે પરિણમ્યો છે તે અરીસાની સ્વચ્છતાનો વિકાર છે. ત્યાં મોર પરિણમ્યો છે એમ નથી. તથા એ દર્પણની વિકૃતિ મોરને લઈને થઈ છે એમ નથી. મોર તો નિમિત્તમાત્ર છે. તેમ આત્મામાં જે વિકાર થાય છે તે આત્માની પર્યાય છે. કર્મ ત્યાં વિકારપણે પરિણમ્યું નથી. કર્મને લઈને વિકાર થયો છે એમ નથી. કર્મ તો નિમિત્તમાત્ર છે. જીવમાં વિકાર તેની પોતાની યોગ્યતાથી થયો છે. અજ્ઞાનદશામાં વિકાસની ક્રિયા કરવાવાળો જીવ છે અને ભેદજ્ઞાનપૂર્વક સમ્યગ્દર્શન થતાં જ્ઞાની દ્રવ્યદૃષ્ટિએ વિકારને પરનો જાણે છે કારણ કે તે ચૈતન્યનો સ્વભાવ નથી. આવી વાત છે.
પ્રશ્ન- કર્મનું જોર છે તો જીવ ધર્મ કરી શકતો નથી ને?
ઉત્તર:- ના, એમ નથી. કર્મનું જોર કર્મમાં છે. કર્મની જીવમાં નાસ્તિ છે. પણ પોતે ઊંધો પુરુષાર્થ કરીને પરવલણના ભાવો કરે તો ધર્મ થતો નથી અને તેમાં કર્મ તો નિમિત્તમાત્ર છે. પોતે પુરુષાર્થને સુલટાવીને સ્વવલણ કરે તો ધર્મ અવશ્ય થાય છે. ધર્મ કરવામાં કર્મ નડતું નથી અને વિકારપણે પરિણમે ત્યાં પણ કર્મ કાંઈ કરતું નથી.
એક ભાઈ કહેતા હતા કે ભવિષ્યનું આયુષ્ય બંધાઈ ગયું છે માટે પરિણામ સુધરતા નથી. જુઓ, શ્રેણીક રાજાને નરકનું આયુષ્ય બંધાઈ ગયું તો ચારિત્ર લઈ શક્યા નહિ. આ માન્યતા બરાબર નથી. નરકનું આયુષ્ય બંધાઈ ગયું હોય તોપણ જીવ સમ્યગ્દર્શન પામે છે. શ્રેણીક રાજાએ સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું હતું. પછી સમ્યગ્દર્શન પામ્યા; અને આયુષ્યની સ્થિતિ તૂટી ગઈ. ગતિ ન ફરી, પણ આયુષ્યની સ્થિતિ તૂટી ગઈ. શ્રેણીક રાજા ક્ષાયિક સમકિત પામ્યા છે અને ત્યાં નરકમાં ક્ષણે ક્ષણે તીર્થકરગોત્ર બાંધે છે. નરકગતિનો બંધ પડ્યો માટે ચારિત્ર ન લઈ શકયા એ વાત બરાબર નથી. પોતાના એવા જ પુરુષાર્થના કારણે ચારિત્ર લઈ શકયા ન હોતા. શ્રેણીક રાજાને નરકમાં જવાની ભાવના ન હતી પણ કર્મ લઈ ગયાં એમ કોઈ કહે તો તે વાત પણ યથાર્થ નથી. નરકમાં જવાની પોતાની વર્તમાન પર્યાયની યોગ્યતાથી તે નરકમાં ગયા છે. નરકનું આયુષ્ય બાંધ્યું માટે નરકમાં જવું પડયું એમ નથી. પોતાની પર્યાયની યોગ્યતાથી ક્ષેત્રાંતર થઈને નરકમાં ગયા છે; કર્મના કારણે બીલકુલ નહિ એમ અહીં કહ્યું છે.
* ગાથા ૮૭: ભાવાર્થ ઉપરનું પ્રવચન * પુદ્ગલના પરમાણુઓ પૌગલિક મિથ્યાત્વાદિ કર્મરૂપે પરિણમે છે. તે કર્મનો વિપાક (ઉદય) થતાં તેમાં જે મિથ્યાત્વાદિ સ્વાદ ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વાદિ અજીવ છે; અને કર્મના નિમિત્તથી જીવ વિભાવરૂપ પરિણમે છે તે વિભાવ પરિણામો ચેતનના વિકાર છે તેથી તેઓ જીવ છે.'
મરચામાં તીખાશનું જીવને જ્ઞાન થતાં તીખાશનો મને સ્વાદ આવ્યો એવો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #281
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
અજ્ઞાનીને ભ્રમ થાય છે. સાકરમાં મીઠાશ છે. તે જડની અવસ્થા છે. તે મીઠાશનું જીવને જ્ઞાન થતાં મને મીઠાશનો સ્વાદ આવ્યો એમ અજ્ઞાની ભ્રમથી માને છે. તેમ કર્મનો ઉદય આવતાં તેમાં મિથ્યાત્વાદિ સ્વાદ ઉત્પન્ન થાય છે. અહીં સ્વાદનો અર્થ એમ છે કે કર્મના ઉદયનો જે રસ છે તે જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે. કર્મના ઉદયનો રસ તો જડની પર્યાય છે. તે જડનો સ્વાદ આત્મામાં કેમ આવે? કર્મનો વિપાક થતાં તેમાં મિથ્યાત્વાદિ સ્વાદ ઉત્પન્ન થાય છે એટલે ઉદયના રસનું જીવને જ્ઞાન થાય છે ત્યાં અજ્ઞાનીને એમ ભ્રમ થાય છે કે જડના સ્વાદનું મને વેદન થાય છે.
પોતાના ઉપયોગમાં મિથ્યાત્વાદિનો ૨સ ખ્યાલમાં આવે છે પણ જ્ઞાનમાં એનો રસ આવતો નથી. જેમ તીખાશ, મીઠાસ, ખટાશ જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે પણ તે તીખાશ, મીઠાશ, ખટાશ જ્ઞાનમાં આવતી નથી. તેમ કર્મના ઉદયનો રસ જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે પણ તે સ્વાદ પોતાનો નથી; તે સ્વાદ ૫૨નો છે. તે મિથ્યાત્વાદિ અજીવ છે, જડ છે. જેમ તીખાશ, મીઠાશ વગેરે જડ છે તેમ મિથ્યાત્વાદિ કર્મનો ઉદય પણ જડ છે.
જીવને પોતાના મિથ્યાત્વભાવનું વેદન થાય છે, પણ જડ મિથ્યાત્વનું (કર્મનું ) વેદન જીવને થતું નથી. જ્ઞાનમાં જડના રસનો ખ્યાલ આવે છે ત્યાં જડનો હું સ્વાદ લઉં છું એમ અજ્ઞાની માને છે. જડની પર્યાય રૂપી છે તે અરૂપી જીવમાં આવતી નથી. જ્ઞાન જડના રસને– સ્વાદને જાણે છે પણ તે જડનો સ્વાદ કાંઈ જ્ઞાનમાં આવી જતો નથી. સૂક્ષ્મ વાત છે, ભાઈ ! પણ આ પ્રમાણે ન માનતાં જડનો સ્વાદ મને આવ્યો એવું માનીને અજ્ઞાની જીવ મિથ્યાત્વભાવનું સેવન કરે છે. જુઓ, લાડુ ખાય ત્યાં લાડુના સ્વાદનું જ્ઞાન થાય છે, પણ લાડુનો સ્વાદ જ્ઞાનમાં પેસતો નથી. લાડુનો સ્વાદ તો જડ છે, રૂપી છે અને ભગવાન આત્મા તો ચૈતન્યસ્વરૂપ અરૂપી છે. એ અરૂપીને રૂપીનો સ્વાદ કેમ આવે? ન જ આવે. તેમ કર્મનો ઉદય છે તે જડ છે. એ જડનો સ્વાદ જ્ઞાન જાણે છે. પણ અજ્ઞાનીને ભેદજ્ઞાન નથી તેથી જડના સ્વાદનો જ્ઞાનમાં ખ્યાલ આવતાં મને જડકર્મનો સ્વાદ આવ્યો એમ માની મિથ્યાત્વનું સેવન કરે છે.
કર્મનો વિપાક થતાં જે મિથ્યાત્વાદિ સ્વાદ ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વાદિ અજીવ છે. અહીં તો જડકર્મ અને આત્મા વચ્ચે ભેદજ્ઞાન કરવાની, પરથી હું ભિન્ન છું એમ પ્રતીતિ કરવાની વાત ચાલે છે. પછી મિથ્યાત્વ અને રાગદ્વેષના વિકારી ભાવોથી સ્વના આશ્રયે ભેદજ્ઞાન થાય છે. કર્મના ઉદયથી વિકાર થયો અને વિકારના કારણે કર્મબંધન થયું એમ માને એને તો વ્યવહા૨શ્રદ્ધાનાં પણ ઠેકાણાં નથી. હજી વ્યવહારશ્રદ્ધાનાં પણ ઠેકાણાં ન હોય એને રાગથી ભિન્ન નિજ ચૈતન્યસ્વરૂપનો અનુભવ કેમ થાય? અહો! જૈન તત્ત્વજ્ઞાન બહુ ગંભીર અને સૂક્ષ્મ છે!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #282
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૭ ]
| [ ૨૭૧ ભાઈ ! આ તો અંતરની પરમ સત્યની વાતો છે; આ કોઈ કલ્પના નથી. કર્મના નિમિત્તથી જીવ વિભાવરૂપ પરિણમે છે. તે વિભાવ પરિણામો ચેતનના વિકાર છે તેથી તેઓ જીવ છે. જીવના પરિણામો મિથ્યાત્વાદિ થાય છે તે પોતાથી થાય છે. અને કર્મનો ઉદય જે નિમિત્ત છે તે જડના ભાવ છે તેથી જડ છે, અજીવ છે. જડના ઉદયના પરિણામ જડમાં છે. બે વચ્ચે નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. પણ નિમિત્ત (કર્મ) કર્તા છે અને વિકાર એનું કાર્ય છે એમ ત્રણકાળમાં નથી. તેમ જીવનો વિકાર કર્તા અને જડ કર્મનો બંધ એનું કાર્ય છે એમ પણ નથી. ભૈયા ભગવતીદાસના નિમિત્ત-ઉપાદાનના ૪૭ દોહા છે એમાં બધું ઘણું સ્પષ્ટ કર્યું છે.
વિકારની પર્યાય પોતાના પકારક-કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણથી થાય છે, કેમકે કર્તા, કર્મ આદિ શક્તિ દ્રવ્યરૂપ અને ગુણરૂપ છે તો પર્યાયમાં પણ પકારક પરિણમન છે. એક સમયની મિથ્યાત્વની પર્યાયનો કર્તા મિથ્યાત્વ, એનું કર્મ મિથ્યાત્વ, એનું કરણ મિથ્યાત્વ, એનું સંપ્રદાન મિથ્યાત્વ અને એનાં અપાદાન અને અધિકરણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વનું કર્તા આદિ જડ કર્મ નથી અને જીવના દ્રવ્ય-ગુણ પણ નથી; કેમકે જડ કર્મ પર છે અને દ્રવ્ય-ગુણ ત્રિકાળ શુદ્ધ છે. આમાં નિમિત્તનો અને નિશ્ચય-વ્યવહારનો ખુલાસો આવી જાય છે.
તેવી રીતે પોતાના દ્રવ્યનો આશ્રય લઈને જે સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મની પર્યાય પ્રગટ થઈ તે પણ નિરપેક્ષ છે. તેમાં વ્યવહાર અને નિમિત્તની અપેક્ષા નથી. નિયમસારની બીજી ગાથામાં આ વાત આવે છે. અહા ! પરમ વીતરાગદેવ સર્વશના શાસનમાં આચાર્યોએ ગજબ સ્પષ્ટ કર્યું છે. ત્યાં કહ્યું છે-“નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક શ્રદ્ધાન-જ્ઞાનઅનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે અને તે શુદ્ધ રત્નત્રયનું ફળ સ્વાત્મોપલબ્ધિ છે.” અહાહા..! શુદ્ધ રત્નત્રયાત્મક મોક્ષનો માર્ગ પરમ નિરપેક્ષ છે એટલે કે નિમિત્તની અને વ્યવહારની અપેક્ષા રાખ્યા વિના મોક્ષમાર્ગની પર્યાય પોતાના પત્કારકથી પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાનની એક સમયની જે પરિણતિ પ્રગટી તે પોતાના પકારક પરિણમનથી પ્રગટી છે; દ્રવ્ય-ગુણથી પણ નહિ. પર્યાય દ્રવ્યની સન્મુખ થઈ છે બસ એટલી વાત છે; પણ દ્રવ્ય-ગુણથી પર્યાય પ્રગટી છે એમ નથી.
મોટા મહંત નામ ધરાવનારા પણ અત્યારે આ વિષયમાં ગોટા ઊભા કરે છે. અરેરે! ભગવાનનો વિરવું પડયો ! કેવળજ્ઞાન રહ્યું નહિ અને સાથે ચાર જ્ઞાનને ધારણ કરનારા ગણધરના પણ વિરહ પડયા! આવી સ્થિતિમાં શાસ્ત્રના ઊંધા અર્થ કરે ત્યાં કોને કહીએ? અરે! ભગવાનની હાજરી નહિ અને પોતાની મતિ-કલ્પનાથી ફાવે તેમ અર્થ કરીને ભારે ગડબડ ઊભી કરી છે. જેમ પિતાના મરણ પછી મિલ્કતની વહેંચણીમાં છોકરાઓ અંદર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #283
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ અંદર ઝઘડા કરે છે તેમ ભગવાનનો વિરહ થયા પછી માર્ગમાં અજ્ઞાનીઓ મોટી ગડબડ ઊભી કરી રહ્યા છે. પણ ભાઈ ! માર્ગ તું કહે છે એવો નથી. આ જ માર્ગ છે.
વ્યવહાર છે તો સમ્યગ્દર્શન થયું છે એમ નથી. સમ્યગ્દર્શનની પર્યાય ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રયે ઉત્પન્ન થઈ છે. શુદ્ધના આશ્રયે એટલે દ્રવ્યની સન્મુખ થઈને તે પર્યાય પ્રગટી છે; પણ દ્રવ્યના કારણે તે પર્યાય પ્રગટી છે એમ નથી. તે પર્યાય પોતાથી થઈ છે એમ ભગવાન પોકાર કરીને યથાર્થ તત્ત્વ કહે છે. દ્રવ્ય ખરેખર તો નિર્મળ પર્યાયનું પણ કર્તા નથી. દ્રવ્યસ્વભાવ છે તે પર્યાયનું કર્તા નથી. અરે ભાઈ! મોક્ષમાર્ગની પર્યાયનું દ્રવ્ય કર્તા નથી. પરમાત્મપ્રકાશ દોહા ૬૮માં અને સમયસારની ગાથા ૩ર૦ની જયસેનાચાર્યની ટીકામાં આ વાત સ્પષ્ટપણે આવે છે.
ત્યારે પ્રવચનસાર ગાથા ૧૮૯માં (ટકામાં) એમ કહ્યું છે કે “રાગપરિણામ જ આત્માનું કર્મ છે, તે જ પુણ્યપાપરૂપ દ્વત છે, રાગપરિણામનો જ આત્મા કર્તા છે, તેનો જ ગ્રહનાર અને છોડનાર છે;-આ, શુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ નિશ્ચયનય છે.” પર્યાય પોતાથી થઈ છે તેથી તેને નિશ્ચયનય કહ્યો છે. આત્મા વિકાર કરે અને વિકાર છોડે એ શુદ્ધનયનું કથન છે. એટલે કે વિકાર પોતાથી થાય છે માટે તેને શુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ નિશ્ચયનય કહ્યો છે. નિમિત્તની અપેક્ષા વિના વિકાર પોતામાં થાય છે માટે તેને શુદ્ધનય કહ્યો છે. નિશ્ચયનય કેવળ સ્વદ્રવ્યના પરિણામને દર્શાવતો હોવાથી તેને શુદ્ધ દ્રવ્યનું કથન કરનાર કહ્યો છે. અને વ્યવહારનય પરદ્રવ્યના પરિણામને આત્મપરિણામ દર્શાવતો હોવાથી તેને અશુદ્ધ દ્રવ્યનું કથન કરનાર કહ્યો છે.
વિકારી પરિણામ દ્રવ્યકર્મના નિમિત્તથી થયા છે એ અશુદ્ધનયનું કથન છે અને વિકારી પરિણામ પોતાથી થયા છે એ શુદ્ધનયનું કથન છે. “શુદ્ધપણે તથા અશુદ્ધપણે બન્ને પ્રકારે દ્રવ્ય પ્રતીત કરાય છે. પરંતુ અહીં નિશ્ચયનય સાધકતમ હોવાથી ગ્રહણ કરવામાં આવ્યો છે; (કારણ કે) સાધ્ય શુદ્ધ છે તેથી દ્રવ્યના શુદ્ધત્વનો ધોતક હોવાને લીધે નિશ્ચયનય જ સાધકતમ છે, પણ અશુદ્ધત્વનો ધોતક વ્યવહારનય સાધકતમ નથી.”
આ જ્ઞય અધિકાર છે માટે રાગ, દ્વેષ, પુષ્ય, પાપ, દયા, દાન અને મિથ્યાત્વભાવ પોતાની પર્યાયમાં પોતાથી થાય છે તે શુદ્ધનયનું કથન છે એમ કહ્યું છે. શુદ્ધનય સાધતમ છે માટે અશુદ્ધનયનું લક્ષ છોડી દે-એમ કહે છે
પ્રશ્ન:- દ્રવ્યસામાન્યનું આલંબન જ ઉપાદેય છે, છતાં અહીં રાગપરિણામના ગ્રહણત્યાગરૂપ પર્યાયોનો સ્વીકાર કરનાર નિશ્ચયનયને ઉપાદેય કેમ કહ્યો છે?
ઉત્તર:- “રાગપરિણામનો કરનાર પણ આત્મા જ છે અને વીતરાગપરિણામનો કરનાર પણ આત્મા જ છે; અજ્ઞાનદશા પણ આત્મા સ્વતંત્રપણે કરે છે અને જ્ઞાનદશા પણ આત્મા સ્વતંત્રપણે કરે છે –આવા યથાર્થ જ્ઞાનની અંદર દ્રવ્યસામાન્યનું જ્ઞાન ગર્ભિતપણે સમાઈ જ જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #284
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૭ ]
[ ૨૭૩
જેને પર્યાયની સ્વતંત્રતાનું ભાન નથી તેને દ્રવ્યની સ્વતંત્રતા કેમ બેસે ? કર્મથી વિકાર થાય એમ માનનારને હું જ્ઞાતા-દષ્ટા છું એમ કેમ બેસે ? કર્મથી વિકાર માનનારે પોતાની પર્યાયને પરાધીન માની છે. તેને દ્રવ્યની સ્વતંત્રતાની વાત કેમ સમજાય ?
હવે કહે છે– અહી એમ જાણવું કે:- મિથ્યાત્વાદિ કર્મની પ્રકૃતિઓ છે તે પુદ્ગલદ્રવ્યના પરમાણુ છે. જીવ ઉપયોગસ્વરૂપ છે. તેના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે પૌદ્ગલિક કર્મનો ઉદય થતાં તેના ઉદયનો જે સ્વાદ આવે તેના આકારે ઉપયોગ થઈ જાય છે. અજ્ઞાનીને અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદજ્ઞાન નથી તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે. જ્યારે તેમનું ભેદજ્ઞાન થાય અર્થાત્ જીવભાવને જીવ જાણે અને અજીવભાવને અજીવ જાણે ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યજ્ઞાન થાય છે.’
જ્ઞાનમાં જડના સ્વાદનો ખ્યાલ આવે છે, પણ જડનો સ્વાદ જ્ઞાનમાં આવતો નથી. કર્મના ઉદયનો સ્વાદ આવે એટલે કે તેના આકારે ઉપયોગ થાય છે. જ્ઞાનની પર્યાયમાં જડની પર્યાયનો ખ્યાલ આવે છે. ખરેખર તો વિકારને જ્ઞાન જાણતું નથી, કર્મના ઉદયને પણ જ્ઞાન જાણતું નથી; પરંતુ તે વિકાર સંબંધીનું જે જ્ઞાન પોતામાં થયું તેને જ્ઞાન જાણે છે.
દરેક પર્યાય પોતાથી થાય છે અને તે પણ ક્રમબદ્ધ થાય છે. જે સમયે જે થવાની હોય તે જ પર્યાય તે સમયે જ થાય છે, આગળ પાછળ થતી નથી. સામાન્યનું તે પર્યાય વિશેષ છે. આવું ન માને તે વૈશેષિક મતને માનનાર મિથ્યાદષ્ટિ છે. પર્યાયની સ્થિતિ એકરૂપ રહેતી નથી. એટલે અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે નિમિત્ત આવ્યું તો પર્યાય બદલી ગઈ. પાણી ઠંડી અવસ્થા બદલીને ઉષ્ણ થયું ત્યાં અજ્ઞાનીને ભ્રમ થાય છે કે અગ્નિ આવી તો પાણી ઉભું થયું પરંતુ એમ છે નિહ. પાણી પોતાથી ઉષ્ણ થયું છે, અગ્નિથી નહિ.
સમયસાર કળશ ૨૧૧માં કહ્યું છે કે-“ વસ્તુની એકરૂપ સ્થિતિ હોતી નથી; માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે”-એ નિશ્ચય સિદ્ધાંત છે. પ્રત્યેક પદાર્થની એક અવસ્થા બદલીને બીજી થાય છે તે પોતાથી થાય છે, નિમિત્તથી નહિ–એવો વસ્તુનો સ્વભાવ
છે.
વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ હોવાથી સર્વથા નિત્યપણું બાધા સહિત છે. માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામસ્વરૂપ કર્મની કર્તા છે. જ્ઞાનનો સ્વભાવ સ્વપ૨પ્રકાશક છે. એટલે રાગનું જ્ઞાન થાય છે ત્યાં રાગ છે તો રાગનું જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન સ્વને જાણે અને રાગને પણ જાણે-એવો જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. રાગને જ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #285
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે. ખરેખર તો આત્મા પોતાના જ્ઞાનને જાણે છે. આ વાત ગાથા ૭૫માં આવી ગઈ છે.
અજ્ઞાનીને અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદજ્ઞાન નથી. તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે. અજ્ઞાનીને ખબર નથી કે આ સ્વાદ જાણવામાં આવે છે તે પરચીજ છે અને પોતાની પર્યાયમાં જે મિથ્યાત્વાદિ ભાવ થાય છે તે મારી ચીજ છે. આવું અજ્ઞાનીને ભેદજ્ઞાન નથી.
જ્યારે તેમનું ભેદજ્ઞાન થાય અર્થાત્ જીવભાવને જીવ જાણે અને અજીવના ભાવને અજીવ જાણે ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યજ્ઞાન થાય છે. અને ત્યારે જ્ઞાનની પર્યાય સ્વને જાણે છે અને રાગને પણ (ભિન્નપણે ) જાણે છે. ભેદજ્ઞાન થતાં જ્ઞાનનો સ્વપરપ્રકાશકસ્વભાવ હોવાથી જ્ઞાન પોતામાં રહીને સ્વપરને જાણે છે અને તે સમ્યજ્ઞાન છે.
[ પ્રવચન નં. ૧૫ર શેષ, ૧૫૩, ૧૫૪ * દિનાંક ૧૦-૮-૭૬ થી ૧૨-૮-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #286
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૮૮ काविह जीवाजीवाविति चेत्
पोग्गलकम्मं मिच्छं जोगो अविरदि अणाणमज्जीवं। उवओगो अण्णाणं अविरदि मिच्छं च जीवो दु।। ८८।।
पुद्गलकर्म मिथ्यात्वं योगोऽविरतिरज्ञानमजीवः।
उपयोगोऽज्ञानमविरतिर्मिथ्यात्वं च जीवस्तु।।८८।। હવે પૂછે છે કે મિથ્યાત્વાદિકને જીવ અને અજીવ કહ્યા તે જીવ મિથ્યાત્વાદિ અને અજીવ મિથ્યાત્વાદિ કોણ છે? તેનો ઉત્તર કહે છે:
મિથ્યાત્વ ને અજ્ઞાન આદિ અજીવ, પુદ્ગલકર્મ છે;
અજ્ઞાન ને અવિરમણ વળી મિથ્યાત્વ જીવ, ઉપયોગ છે. ૮૮. ગાથાર્થ:- [ મિથ્યાવં] જે મિથ્યાત્વ, [ યોT:] યોગ, [ વિરતિઃ] અવિરતિ અને [ અજ્ઞાનમ્ ] અજ્ઞાન [બનીવ: ] અજીવ છે તે તો [પુનવર્બ ] પુદ્ગલકર્મ છે; [૨] અને જે [ અજ્ઞાનમ્ ] અજ્ઞાન, [વિરતિ: ] અવિરતિ અને [ મિથ્યાવં] મિથ્યાત્વ [નીવ: ] જીવ છે [1] તે તો [ ૩પયોઃT:] ઉપયોગ છે.
ટીકા- નિશ્ચયથી જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો, અમૂર્તિક ચૈતન્યપરિણામથી અન્ય એવું મૂર્તિક પુદ્ગલકર્મ છે; અને જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જીવ છે તે, મૂર્તિક પુદ્ગલકર્મથી અન્ય એવો ચૈતન્યપરિણામનો વિકાર છે.
સમયસાર ગાથા ૮૮: મથાળું હવે પૂછે છે કે મિથ્યાત્વાદિને જીવ અને અજીવ કહ્યા તે જીવ મિથ્યાત્વાદિ અને અજીવ મિથ્યાત્વાદિ કોણ છે? તેનો ઉત્તર કહે છે:
* ગાથા ૮૮: ટીકા ઉપરનું પ્રવચન * નિશ્ચયથી જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો, અમૂર્તિક ચૈતન્યપરિણામથી અન્ય એવું મૂર્તિક પુદ્ગલકર્મ છે, અને જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જીવ છે તે, મૂર્તિક પુદ્ગલકર્મથી અન્ય એવો ચૈતન્યપરિણામનો વિકાર છે.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #287
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ મિથ્યા શ્રદ્ધા, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર-એ જીવની પર્યાય છે. તે અમૂર્તિક ચૈતન્યના (વિકારી) પરિણામ છે. અને જે દર્શનમોહનીય, જ્ઞાનાવરણીય અને ચારિત્રમોહનીયની પર્યાય છે તે પૌગલિક કર્મ છે, જડ છે, મૂર્તિક છે. બન્ને ચીજ પરસ્પર ભિન્ન છે. મતલબ કે મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ જે જીવની પર્યાય છે તે જીવનો પોતાનો દોષ છે અને તે પોતાથી થયો છે, કર્મથી થયો છે એમ નથી.
પુદગલની અવસ્થાથી ભિન્ન, રાગદ્વેષ રહિત એવો આત્મા ત્રિકાળી શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે. તથાપિ હું રાગી-દ્વેષી છું એવી માન્યતા તે ચૈતન્યનો વિકાર છે અને તે મિથ્યાત્વ છે. જે જ્ઞાન પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વદ્રવ્યને ન જાણે અને એકલા પરદ્રવ્યને જાણે તે અજ્ઞાન છે. અને રાગદ્વેષરૂપે જે પરિણમન છે તે અવિરતિરૂપ દોષ છે. આ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ તે ચૈતન્યના વિકારી પરિણામ છે અને તે પોતાથી થયા છે, પુદ્ગલકર્મથી થયા છે એમ નથી; કેમકે તે બન્ને ભિન્ન ભિન્ન છે.
સમ્યગ્દષ્ટિને સ્વભાવસભુખતાનું જોર છે. તેથી તેને જે રાગ આવે છે તેનો તેને ખેદ હોય છે. ધર્મી રાગનો સ્વામી નથી. જુઓ, પ્રથમ સ્વર્ગનો ઇન્દ્ર એકજવતારી છે. તે અષ્ટાહ્નિકા મહોત્સવમાં નંદીશ્વરદ્વીપમાં જાય છે. નંદીશ્વરદ્વીપમાં ભગવાનની મનોહર શાશ્વત પ્રતિમાઓ છે. ત્યાં જઈને તે ભગવાનની પૂજા-ભક્તિ કરે છે અને ખૂબ ઉલ્લાસથી નાચે છે. એ બધા શુભભાવ છે અને તે દુઃખરૂપ છે એમ તે જાણે છે. છતાં અશુભથી બચવા એવા શુભભાવ ધર્મીને આવે જ છે. અહાહા ! કેવી વિચિત્રતા! બહારથી હુરખ દેખાય છતાં અંદરથી તેનો ખેદ હોય છે. ધર્મીને જેને અતીન્દ્રિય આનંદના નાથનો સ્વાદ આવ્યો છે તેને જે કોઈ રાગાદિ દોષ આવી જાય છે તેનું અલ્પ બંધન તેને પણ થાય છે, પણ તે દ્રવ્યદૃષ્ટિની પ્રધાનતામાં મુખ્ય નથી.
પ્રશ્ન:- તો જ્ઞાનીને ભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે ને ?
ઉત્તર- હા, પણ કઈ અપેક્ષાએ? જ્ઞાનીની દષ્ટિ નિર્મળાનંદના નાથ ભગવાન શુદ્ધ ચૈતન્યમય આત્મા ઉપર સ્થિર થઈ છે અને તેને અનંતાનુબંધી આદિ કષાયનો અભાવ વર્તે છે તેથી વ્રતાદિ ક્રિયામાં વા કિંચિત્ ભોગાભિલાષની ક્રિયાના પ્રસંગમાં પણ તેને જ્ઞાનભાવ જ છે. માટે તેને નિરંતર નિર્જરા થતી હોવાથી જ્ઞાનીને ભોગ નિર્જરાનો હેતુ છે એમ આરોપથી કહ્યું છે. શું ભોગ તે નિર્જરાનો હેતુ હોય? શું જ્ઞાની નિરંકુશ ભોગમાં રહે અને નિર્જરા થાય? એમ નથી, ભાઈ ! જ્ઞાનીને દૃષ્ટિની પ્રધાનતા છે. તેને ભોગની ઇચ્છા નથી. એ તો ભોગ પ્રતિ ઉદાસીન જ હોય છે. ભોગના સ્વામીપણે નહિ પરિણમતા જ્ઞાનીને ભોગ નિર્જરા હેતુ છે એમ ઉપચારથી કહ્યું છે. ભાઈ ! જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ.
જ્ઞાનીને પણ જે કિંચિત્ રાગ આવે છે તે દોષ છે અને તે દુ:ખરૂપ છે એમ તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #288
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૮ ]
[ ૨૭૭ જાણે છે, કેમકે રાગ બંધનનું કારણ છે. મુનિને મહાવ્રતનો જે વિકલ્પ આવે છે તે રાગ છે, તે જગપંથ છે કેમકે તે ઉદયભાવ છે. અહા! મુનિના પંચમહાવ્રતના ભાવ પણ જો દુ:ખરૂપ જગપંથ છે તો અશુભભાવનું તો કહેવું જ શું? એ તો નુકશાન જ નુકશાન છે. મિથ્યાષ્ટિને જે વિષયવાસના અને પરસ્ત્રીસેવન આદિના તીવ્ર અશુભભાવ થાય છે તે દુર્ગતિનું જ કારણ
અહીં કહે છે-મિથ્યાદર્શન આદિ ભાવ કે જે અજીવ છે તે તો મૂર્તિક પુલકર્મ છે અને તે અમૂર્તિક ચૈતન્યપરિણામથી અન્ય છે; અને જે મિથ્યાદર્શન આદિ ભાવ જીવ છે તે ચૈતન્યપરિણામનો વિકાર છે અને તે મૂર્તિક પુદ્ગલકર્મથી અન્ય છે. અહાહા..! કેટલું સ્પષ્ટ કર્યું છે! ભેદજ્ઞાન કરવાની વાત છે!
ભાઈ ! ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે. ઉપરથી માની લે તેવી ચીજ નથી. પોતાનો ચૈતન્ય ભગવાન અનાકુળ શાંતરસનો ધ્રુવકંદ છે. તેની દૃષ્ટિ કરતાં રાગની દષ્ટિ છૂટી જાય છે અને તે સમ્યગ્દર્શન છે. ધર્મીને વ્યવહારરત્નત્રયનો રાગ આવે છે પણ એની રુચિ એને છૂટી જાય છે. જે ભાવથી તીર્થકરનામકર્મ બંધાય તે ભાવની રુચિ ધર્મીને છૂટી ગઈ હોય છે. આવી વાત છે. ૮૮ પૂરી થઈ. [ પ્રવચન નં. ૧૫૫ ચાલુ
| દિનાંક ૧૩-૮-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #289
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૮૯ मिथ्यादर्शनादिश्चैतन्यपरिणामस्य विकार: कुत इति चेत्
उवओगस्स अणाई परिणामा तिण्णि मोहजुत्तस्स। मिच्छत्तं अण्णाणं अविरदिभावो य णादव्वो।। ८९।।
उपयोगस्यानादयः परिणामास्त्रयो मोहयुक्तस्य।
मिथ्यात्वमज्ञानमविरतिभावश्च ज्ञातव्यः।। ८९ ।। હવે ફરી પૂછે છે કે મિથ્યાદર્શનાદિ ચૈતન્યપરિણામનો વિકાર કયાંથી થયો? તેનો ઉત્તર કહે છે:
છે મોહયુત ઉપયોગના પરિણામ ત્રણ અનાદિના,
-મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ એ ત્રણ જાણવા. ૮૯ ગાથાર્થ:- [ મોહપુરુચ] અનાદિથી મોઘુક્ત હોવાથી [૩પયો/સ્ય] ઉપયોગના [ બનાવય:] અનાદિથી માંડીને [ત્રય: પરિણામ:] ત્રણ પરિણામ છે; તે [ મિથ્યાત્વમ્ ] મિથ્યાત્વ, [અજ્ઞાનન્] અજ્ઞાન [ 4 વિરતિભાવ: ] અને અવિરતિભાવ એ ત્રણ ) [ જ્ઞાતવ્ય:] જાણવા.
ટીકા:- જોકે નિશ્ચયથી પોતાના નિજરસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું છે, તોપણ (આત્માને) અનાદિથી અન્ય-વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર છે. ઉપયોગનો તે પરિણામવિકાર, સ્ફટિકની સ્વચ્છતાના પરિણામવિકારની જેમ, પરને લીધે (-પરની ઉપાધિને લીધે) ઉત્પન્ન થતો દેખાય છે. તે સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે જેમ સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપ-પરિણમનમાં ( અર્થાત્ પોતાના ઉજ્વળતારૂપ સ્વરૂપે પરિણમવામાં) સમર્થપણું હોવા છતાં, કદાચિત્ (સ્ફટિકને) કાળા, લીલા અને પીળા એવા તમાલ, કેળ અને કાંચનના પાત્રરૂપી આધારનો સંયોગ હોવાથી, સ્ફટિકની સ્વચ્છતાનો, કાળો, લીલો અને પીળો એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખાય છે, તેવી રીતે (આત્માને) અનાદિથી મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ જેનો સ્વભાવ છે એવા અન્ય-વસ્તુભૂત મોહનો સંયોગ હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #290
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૯ ]
[ ૨૭૯ ભાવાર્થ- આત્માના ઉપયોગમાં આ ત્રણ પ્રકારનો પરિણામવિકાર અનાદિ કર્મના નિમિત્તથી છે. એમ નથી કે પહેલાં એ શુદ્ધ જ હતો અને હવે તેમાં નવો પરિણામવિકાર થયો છે. જો એમ હોય તો સિદ્ધોને પણ નવો પરિણામવિકાર થવો જોઇએ. પણ એમ તો થતું નથી. માટે તે અનાદિથી છે એમ જાણવું.
*
સમયસાર ગાથા ૮૯: મથાળું હવે ફરી પૂછે છે કે મિથ્યાદર્શનાદિ ચૈતન્યપરિણામનો વિકાર કયાંથી થયો? તેનો ઉત્તર કહે છે:
* ગાથા ૮૯ ટીકા ઉપરનું પ્રવચન * જોકે નિશ્ચયથી પોતાના નિજરસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું છે-' શું કહે છે? આત્મા અને પરમાણુ આદિ પ્રત્યેક પદાર્થમાં પોતાના સ્વભાવના રસથી સ્વભાવભૂત એવા સ્વરૂપપરિણમનમાં સમર્થપણું છે. ભગવાન આત્મામાં નિશ્ચયથી પોતાના નિજરસથી-જ્ઞાનરસથી, આનંદરસથી, શાંતરસથી નિર્વિકારરસથી પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપપરિણમનમાં સમર્થપણું છે. પુણ્ય-પાપના જે ભાવ થાય એ તો સ્વભાવભૂત સ્વરૂપપરિણમન નથી. અહીં કહે છે કે ભગવાન આત્મા પોતાના અનાકુળ આનંદ, અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય સ્વચ્છતાના પોતાના શુદ્ધ સ્વભાવે પરિણમે એવું એમાં સામર્થ્ય છે. તો વિકાર કેમ છે? તો કહે છે
“તોપણ અનાદિથી અન્યવતુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર છે.” અજવસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી એટલે એના સંયોગના આશ્રયથી વિકાર ઉત્પન્ન થાય છે. સંયોગથી વિકાર ઉત્પન્ન થાય છે એમ નહિ, પણ જડ મોહના સંયોગના આશ્રયથી, પરનો સંબંધ કરવાથી આત્માના ઉપયોગનો મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર છે.
અહાહા..! આત્મામાં નિજરસથી ચૈતન્યમયસ્વભાવનો અનુભવ થઈને પરિણમન થાય એવું એનું સામર્થ્ય છે. આત્માના દ્રવ્ય-ગુણ અને તેનો વર્તમાન વર્તતો અંશ કારણશુદ્ધપર્યાય તો શાંતરસ, ચૈતન્યરસ, અકષાયરસ વડે શુદ્ધ, પવિત્ર છે. અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પરિણતિરૂપે પરિણમન કરે એવું એનું સામર્થ્ય છે. અહાહા...! ભગવાન આત્મા તો અતીન્દ્રિય આનંદરસ અને અતીન્દ્રિય જ્ઞાનરસનો સ્વામી થઈને અતીન્દ્રિય આનંદરૂપે પરિણમે એવું એનું સામર્થ્ય છે. તથાપિ અનાદિ કાળથી અન્ય વસ્તુ જે જડ મોહ તેની સાથે સંબંધ કર્યો છે તે કારણે તેના ઉપયોગમાં વિકારપરિણામ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #291
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ ઉત્પન્ન થાય છે. ભગવાન આત્માનો જાણવા-દેખવાનો ઉપયોગ તો સદા નિર્મળ, શુદ્ધ છે. તેમાં અનાદિ મોહકર્મના સંયોગના વશે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ-એમ ત્રણ પ્રકારે વિકારપરિણામની પોતાથી ઉત્પત્તિ છે.
સમયસાર કળશ ૧૭પમાં કહ્યું છે કે-સૂર્યકાંત મણિ પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે. તેમ આત્મા પોતાને રાગાદિકનું નિમિત્તે કદી પણ થતો નથી, તેમાં નિમિત્ત પરસંગ જ-પરદ્રવ્યનો સંગ જ છે. આવો વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે. વિકાર પરસંગથી નહિ પણ પરદ્રવ્યનો સંગ પોતે કરે છે તો થાય છે. મિથ્યાત્વાદિ પરિણામ પોતાના પકારકના પરિણમનથી થાય છે એમ શ્રી પંચાસ્તિકાયની ગાથા ૬રમાં કહ્યું છે. શુદ્ધ ચૈતન્યસ્વભાવમય સ્વનો સંગ છોડી જીવ કર્મનો સંગ કરે છે તો પોતામાં વિકારભાવ પોતાથી ઉત્પન્ન થાય છે. આ મહા સિદ્ધાંત છે.
ભગવાન વીતરાગદેવનો આ અલૌકિક માર્ગ છે. ગણધરદેવો અને એકાવતારી ઇન્દ્રોએ જેનો સ્વીકાર કર્યો છે તે આ માર્ગ છે. મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ-સમુદ્ર છે, તેમાં છેલ્લો સ્વયંભૂરમણ નામનો સમુદ્ર છે. તેમાં હજાર જોજન લાંબા શરીરવાળા મગરમચ્છ છે. તેમાં પંચમ ગુણસ્થાનવાળા જીવો પણ છે. આત્મા છે ને! અંતર્દષ્ટિ કરતાં આત્માનું ભાન પ્રગટ થઈ ગયું હોય છે. અહીં કહે છે–આત્મા તો ચૈતન્યની ઝળહળ જ્યોતિ સ્વરૂપ શાંતિનો સાગર છે. તેમાં આ રાગ કયાંથી આવ્યો? તો કહે છે-પર્યાયમાં પોતે પરનો સંગ કર્યો તો રાગ ઉત્પન્ન થયેલો છે. પોતાનો સંગ કરે તો રાગ ઉત્પન્ન ન થાય. પોતાનો સ્વભાવ સદા શુદ્ધ છે. તેનો સંગ કરે, તેનું લક્ષ કરે તો શુદ્ધતા જ ઉત્પન્ન થાય.
ભાઈ ! આ સાંભળીને વસ્તુતત્ત્વનો અંદર નિર્ણય કરવો. કોઈ તો એવા હોય છે કે અહીં સાંભળે એટલે આ વાતની હા પાડે અને વળી બીજે બીજી વાત સાંભળે તો તેની પણ હા પાડે. એમ કે સૌનાં મન રાજી રાખવાં પડે. ભાઈ ! ગંગા કિનારે ગંગાદાસ અને જમના કિનારે જમનાદાસની રીતથી સૌ રાજી થશે પણ આત્મા રાજી નહિ થાય. સાંભળવાનું તાત્પર્ય તો અંદર રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વભાવમય પરિપૂર્ણ પ્રભુ આત્મા બિરાજે છે તેનો નિર્ણય કરી તેની પ્રતીતિ કરવી, તેનો અનુભવ કરવો એ છે. આ કાંઈ લોકરંજનની વાત નથી; આ તો આત્માના હિતની વાત છે, અને આત્માના હિત માટે કહેવાય છે.
અહીં કહે છે કે સર્વ પદાર્થો પોતાના નિજ રસથી પોતાના સ્વભાવભૂત સ્વરૂપપરિણમનમાં સમર્થ છે. પરમાણુમાં તે છૂટો હોય ત્યારે શુદ્ધ પરિણમન થાય એવું એનું સામર્થ્ય છે. પરંતુ તે (પરમાણુ ) બીજા સ્કંધના સંગમાં જાય તો વિભાવપર્યાયે થાય છે. બે પરમાણુથી માંડી અનંત પરમાણુઓના સ્કંધમાં વિભાવપર્યાય ઉત્પન્ન થાય છે. તે વિભાવ પરસંગથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #292
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૯ ]
[ ૨૮૧
પોતાના કારણે થાય છે. ધર્માસ્તિકાય આદિ ચા૨ દ્રવ્યમાં તો દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણે શુદ્ધ છે. તેમાં વિભાવ પરિણામ થતા નથી. પરમાણુ અને આત્મા-આ બે દ્રવ્યમાં વિભાવ પરિણામ થાય છે.
આત્માના ઉપયોગનું પ૨ ઉપ૨ લક્ષ હોવાથી મિથ્યાશ્રદ્ધા, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારના વિકાર ઉત્પન્ન થાય છે. પ૨ના કારણે નહિ પણ પરનો સંગ કરવાથી ત્રણ પ્રકારના વિકારી પરિણામ પોતામાં પોતાથી ઉત્પન્ન થાય છે. અરે! આટલી સ્વતંત્રતા ન બેસે તો તે અંદરમાં કેમ જઈ શકે?
‘ ઉપયોગનો તે પરિણામવિકાર, સ્ફટિકની સ્વચ્છતાના પરિણામવિકારની જેમ, ૫૨ને લીધે (૫૨ની ઉપાધિને લીધે ) ઉત્પન્ન થતો દેખાય છે. તે સ્પષ્ટપણે સમજાવવામાં આવે છેઃ
સ્ફટિકમણિમાં કાળી, પીળી, લીલી આદિ ઝાંય દેખાય છે તે ૫૨ના સંયોગના સંગથી પોતામાં પોતાના કારણે ઉત્પન્ન થાય છે. લોખંડનો ચાર હાથનો લાંબો સળિયો એક છેડે ગરમ થતાં બીજે છેડે ગરમ થઈ જાય છે; તે પોતાની યોગ્યતાથી થાય છે, અગ્નિના કારણે નહિ. લાકડુ ચાર હાથ લાંબુ હોય તેનો એક છેડો ગરમ થતાં બીજો છેડો ગરમ થતો નથી, કેમકે લાકડાની પર્યાયની એવી યોગ્યતા નથી.
અહો! સંતોની કેવી કરુણા છે! કેટલું સ્પષ્ટ કર્યું છે! પરંતુ અરે! જીવોને સમજવાની દરકાર નથી! દુનિયા સમજે તો મને લાભ છે એમ સંતોને નથી તથાપિ વિકલ્પ આવ્યો છે તો જગત સમક્ષ સત્ય વાત જાહેર કરી છે. કહે છે
‘જેમ સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપ-પરિણમનમાં ( અર્થાત્ પોતાના ઉજ્વળતારૂપ સ્વરૂપે પરિણમવામાં) સમર્થપણું હોવા છતાં, કદાચિત્ સ્ફટિકને કાળા, લીલા અને પીળા એવા તમાલ, કેળ અને કાંચનના પાત્રરૂપી આધારનો સંયોગ હોવાથી, સ્ફટિકની સ્વચ્છતાનો, કાળો, લીલો, અને પીળો એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખાય છે.' જીઓ, સ્ફટિક તો સ્વચ્છતાના સ્વરૂપપરિણમનમાં સમર્થ છે. છતાં પરના સંગથી કાળા, લીલા, પીળા રંગરૂપે પર્યાયમાં પરિણમન થાય છે. સ્ફટિકમાં જે કાળી ઝાંય દેખાય છે તે ખરેખર તો પોતાના ષટ્કારકના પરિણમનથી થઈ છે; પરના કારણે નહિ અને પોતાના દ્રવ્ય-ગુણના કારણે પણ નહિ. માર્ગ સૂક્ષ્મ છે પ્રભુ! સંતો પોકાર કરે છે કે તારા અપરાધથી તારામાં રાગ પરિણામ થાય છે, પ૨ના કારણે નહિ.
કોઈ કહે કે બીજાએ ગાળ આપી તો મને ક્રોધ થયો તો એ વાત ખોટી છે. ગાળ તો પરચીજ છે. તને ક્રોધ થયો તે તારા કારણે થયો છે, ગાળના કારણે નહિ. પ્રવચનસાર ગાથા ૬૭માં કહ્યું છે કે-રાગદ્વેષ ઉત્પન્ન થવામાં વિષયો અકિંચિત્કર છે. વિષયો તો જડ છે; તેઓ જીવને રાગ ઉત્પન્ન કેમ કરે? રાગ પોતાથી ઉત્પન્ન થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #293
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ પરપદાર્થો જીવને રાગ થવામાં અકિંચિત્કર છે. પાંચ ઇન્દ્રિયના વિષયો જીવને રાગ ઉત્પન્ન કરાવતા નથી. ગાળના શબ્દો કાને પડ્યા માટે વૈષ ઉત્પન્ન થયો અને કોઈએ પ્રશંસા કરી માટે હરખ થયો એ વાત બીલકુલ નથી. મૈસૂબ અને રસગુલ્લાં ખાવાનો રાગ થયો તેમાં મૈસૂબ તથા રસગુલ્લાં રાગ થવામાં અકિંચિત્કર છે. રાગ થવામાં વિષયો બીલકુલ કારણ નથી.
ત્યાં પ્રવચનસાર ગાથા ૬૭ના ભાવાર્થમાં કહ્યું છે કે-“સંસારમાં કે મોક્ષમાં આત્મા પોતાની મેળે જ સુખરૂપ પરિણમે છે; તેમાં વિષયો અકિંચિત્થર છે અર્થાત્ કાંઈ કરતા નથી. અજ્ઞાનીઓ વિષયોને સુખનાં કારણ માનીને નકામાં તેમને અવલંબે છે!” શ્રી રાગનો વિષય છે; તે વિષય તેના પ્રત્યે રાગ થવામાં અકિંચિત્કર છે. સ્ત્રીનું કોમળ શરીર દેખીને રાગ થયો એમાં સ્ત્રીનું શરીર અકિંચિકર છે. નિમિત્તને અકિંચિકર કહેવામાં આવ્યું છે.
સમયસાર કળશ ૨૨૧માં એમ કહ્યું છે કે “જેઓ રાગની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણે (કારણપણું) માને છે, (પોતાનું કાંઈ કારણપણું માનતા નથી) તેઓ-જેમની બુદ્ધિ શુદ્ધજ્ઞાનરહિત અંધ છે એવા (અર્થાત્ જેમની બુદ્ધિ શુદ્ધનયના વિષયભૂત શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાનથી રહિત અંધ છે એવા)-મોહનદીને પાર ઊતરી શકતા નથી.” જીવને રાગ પોતાના કારણે થાય છે. એમાં પરવસ્તુ અકિંચિત્કર છે. શેરડીનો રસ દેખીને તે સંબંધી જે રાગ થયો તે પોતાથી સ્વતંત્રપણે થયો છે, રસના કારણે નહિ. સ્ફટિકની સ્વચ્છતાનો, કાળો, લીલો અને પીળો એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખાય છે ત્યાં તમાલ, કેળ, અને કાંચનના પાત્રરૂપી આધારનો જે સંયોગ છે તે નિમિત્ત છે; પણ તે નિમિત્તકર્તા નથી. કાળી ઝાંય દેખાય છે તે તમાલના કારણે નથી. આ દષ્ટાંત પ્રમાણે હવે સિદ્ધ કહે છે
તેવી રીતે (આત્માને) અનાદિથી મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ જેનો સ્વભાવ છે એવા અજવસ્તુભૂત મોહનો સંયોગ હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખવો.'
જુઓ, મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ છે તે અત્યંવસ્તુભૂત મોહનો સ્વભાવ છે; તે મોહનો સંયોગ એટલે નિમિત્ત હોવાથી આત્મામાં મિથ્યાદર્શન આદિ પરિણામ થાય છે. સંયોગ નિમિત્ત છે પણ સંયોગના કારણે મિથ્યાત્વાદિ વિકારપરિણામ થાય છે એમ નથી. જેમ સ્ફટિકમાં કાળી, લીલી, પીળી ઝાંય દેખાય છે તે વાસણના કારણે નથી; વાસણ તો નિમિત્ત છે, નિમિત્તકર્તા નથી. સ્ફટિકમાં જે કાળી, લીલી, પીળી ઝાંય દેખાય છે તે સ્ફટિકની પર્યાયની યોગ્યતાથી થઈ છે, વાસણે કરી છે એમ નથી. તેમ જીવમાં થતા મિથ્યાત્વાદિ ભાવો જીવની પર્યાયની યોગ્યતાથી થયા છે, જડ મોહકર્મ કર્યા છે એમ નથી. જડમોટું તો નિમિત્ત છે બસ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #294
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૯ ]
[ ૨૮૩ લોઢાના સળિયાની ઉષ્ણ અવસ્થા થાય છે તેનો કર્તા લોઢાની પર્યાય છે (અભેદથી કહેતાં તે દ્રવ્ય છે), પણ અગ્નિ એનો કર્તા નથી. આ વિષયો-રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ–તે સુખદુ:ખ થવામાં નિમિત્ત છે પણ તે કાંઈ સુખદુ:ખ ઊપજાવતાં નથી. પ્રવચનસાર ગાથા ૬૬માં કહ્યું છે કે “એકતે અર્થાત્ નિયમથી સ્વર્ગમાં પણ દેહ દેહીને (આત્માને) સુખ કરતો નથી; પરંતુ વિષયોના વશે સુખ અથવા દુ:ખરૂપ સ્વયં આત્મા થાય છે.” સ્વર્ગમાં જે સુખ થાય છે તે સુખનો કર્તા દેહ નથી. દેહ સુખમાં નિમિત્ત છે. એનો અર્થ શું? કે સુખની જે કલ્પના થઈ તે સુંદર વૈક્રિયક દેહના કારણે થઈ નથી. તે સુખની કલ્પનાનો કર્તા તે તે પરિણતિ છે. અહો ! દિગંબર મુનિઓ દ્વારા રચાયેલાં શાસ્ત્રોમાં પરમ સત્યનું નિરૂપણ થયેલું છે. ભાઈ ! આ સર્વજ્ઞની વાણી છે. વાણીની પર્યાય નિશ્ચયથી વાણીની કર્તા છે, વાણીના કર્તા સર્વજ્ઞ નથી; નિમિત્ત હો; પણ નિમિત્ત ઉપાદાનના કાર્યમાં અકિંચિત્કર છે.
અન્ય વસ્તુભૂત મોહના સંયોગથી જીવમાં વિકારપરિણામ થાય છે. જડકર્મ મિથ્યાદર્શન એટલે દર્શનમોહ, અજ્ઞાન એટલે જ્ઞાનાવરણીય કર્મ અને અવિરતિ નામ ચારિત્રમોહનીય કર્મતે જેનો સ્વભાવ છે એવા અજવસ્તુભૂત મોહના સંયોગથી–નિમિત્તથી આત્માના ઉપયોગમાં મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એવા ત્રણ પ્રકારના વિકારપરિણામ થાય છે. ૯૦મી ગાથામાં વિશેષ ખુલાસો કરશે.
કેવળજ્ઞાનમાં લોકાલોક નિમિત્ત છે; એટલે શું લોકાલોક કેવળજ્ઞાનનું કર્તા છે? બીલકુલ નહિ. વળી કેવળજ્ઞાન લોકાલોકને નિમિત્ત છે; તો શું કેવળજ્ઞાન લોકાલોકનું કર્તા છે? નહિ બીલકુલ નહિ.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધરત્નત્રયના પરિણામ તે નિશ્ચય મોક્ષમાર્ગ છે અને તે જ યથાર્થ મોક્ષમાર્ગ છે. પણ સાથે વ્યવહારરત્નત્રયનો જે રાગ છે તેને સહુચર વા નિમિત્ત દેખીને ઉપચારથી મોક્ષમાર્ગ કહેવામાં આવ્યો. આ વાત મોક્ષમાર્ગપ્રકાશકના સાતમા
અધિકારમાં કહી છે. વ્યવહારરત્નત્રયને નિમિત્ત દેખીને આરોપથી મોક્ષમાર્ગ કહ્યો છે. પણ તે નિમિત્ત છે તે નિશ્ચય મોક્ષમાર્ગનું કર્તા છે એમ નથી. વ્યવહારરત્નત્રય છે તે શુદ્ધરત્નત્રયનું કર્તા નથી.
આ લાકડી ઊંચી થાય તેમાં આંગળી નિમિત્ત છે, પણ લાકડી જે ઊંચી થઈ તે ક્રિયાનો આંગળી કર્તા નથી. આ ભાષા જે બોલાય છે તેમાં જીવનાં રાગ અને જ્ઞાન નિમિત્ત છે; પણ તે રાગ અને જ્ઞાન ભાષાની પર્યાયના કર્તા નથી. ત્રણેકાળ નિમિત્ત અને ઉપાદાનની સ્વતંત્રતા છે એવો આ સ્પષ્ટ ખુલાસા ભર્યો ઢંઢેરો છે.
* ગાથા ૮૯: ભાવાર્થ ઉપરનું પ્રવચન * આત્માના ઉપયોગમાં આ ત્રણ પ્રકારનો પરિણામવિકાર અનાદિ કર્મના નિમિત્તથી છે.” આત્મવસ્તુ સ્વભાવથી તો ત્રિકાળ શુદ્ધ છે. પણ તેની અવસ્થામાં અનાદિથી વિકાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #295
--------------------------------------------------------------------------
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates 284 ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ છે અને તેમાં મોહકર્મ નિમિત્ત છે. નિમિત્ત છે એટલે કર્મે વિકાર કરાવ્યો છે એમ નથી. કર્મ જીવના વિકારનું કર્તા નથી. પણ જીવમાં વિકાર પોતાથી છે એમાં મોહકર્મ નિમિત્ત છે. આત્મામાં અનાદિ મિથ્યાત્વદશા છે તેમાં દર્શનમોહકર્મ નિમિત્ત છે; પણ દર્શનમોહકર્મ મિથ્યાત્વદશાનું કર્તા નથી. એમ નથી કે પહેલાં એ શુદ્ધ જ હતો અને હવે તેમાં નવો પરિણામવિકાર થયો છે.' પર્યાયમાં વિકાર અનાદિનો છે અને કર્મનું નિમિત્ત પણ અનાદિનું છે. સમય સમય થઈને અનંતકાળથી પ્રવાહરૂપે આત્માની પર્યાયમાં વિકાર છે. શરીર મારુ, ઈન્દ્રિયો મારી, રાગ મારો એવી માન્યતા સહિત જીવને અનાદિ પરંપરાથી વિકાર છે. આ પરિણામવિકાર કાંઈ નવો નથી. જો એમ હોય તો સિદ્ધોને પણ નવો પરિણામવિકાર થવો જોઈએ, પણ એમ તો થતું નથી. માટે તે અનાદિથી છે એમ જાણવું. પ્રશ્ન:- સ્ફટિકમાં જે લાલ ઝાંય દેખાય છે તે પ્રત્યક્ષ લાલ વાસણને લીધે દેખાય છે ને? ઉત્તર- નહિ. સ્ફટિકમાં જે લાલ ઝાંય દેખાય છે તે લાલ વાસણને લીધે નથી. સ્ફટિક પોતે પોતાની ઉજ્વળ અવસ્થા પલટીને લાલ ઝાંયની અવસ્થાપણે પરિણમ્યો છે. લાલ વાસણનો સંયોગ છે એ તો નિમિત્ત છે અને તે સ્ફટિકની લાલ ઝાંયની અવસ્થાનો કર્તા નથી. પોતાની લાલ ઝાયની અવસ્થાનો કર્તા સ્ફટિક પોતે છે. તેવી જ રીતે જીવના વિકારનો કર્તા દર્શનમોહકર્મ નથી. દર્શનમોહકર્મ તો નિમિત્તમાત્ર છે. જીવના વિકારનો કર્તા નિશ્ચયથી વિકાર પોતે છે. (અને અભેદથી કહીએ તો જીવ પોતે છે). [ પ્રવચન નં. 155 શેષ, 156 ચાલુ * દિનાંક 13-8-76 અને 14-8-76 ] 5 સમાસ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com