Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન રત્નાકર || ભાગ-૨ |
પરમ પુજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનાં શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વખત થયેલાં
પ્રવચનો
: પ્રકાશક : શ્ર કુંદકુંદ હીન પરમાગમ ટ્રસ્ટ
મુંબઈ
Please inform us of any errors on rajesh.@AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & our Request
This shastra has been kindly donated by Dilipbhai Juthalal Shah, London, UK who has paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of the Gujarati Pravachan Ratnakar, Part 2 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh.@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
Version History Changes
Version Date
No.
6 Nov 2001
CHANGES MADE TO THIS DOCUMENT COMPARED TO THE PAPER VERSION WITH EXPLANATION
|| Shastr | Page- | content
Line સમયસાર ૬૩-૫ ववहारणओ भासदि जीवो देहो य हवदि खलू एक्को।
૬૩-૬ ण दु णिच्छयस्स जीवो देहो य कदा वि एक्कट्ठो।। २७ ।। પ્રવચન ૧૦૫-૫ | ववहारणयो भासदि जीवो देहो य हवदि खलु इक्को। રત્નાકર ૧૦૫-૬ | ટુ ઈચ્છયન્સ નીવો ટૂંદો સ વાવિ ઇકો ૨૭T સમયસાર | ૭૯-૨૩ | [ શ્ચન નાસ્તિ નાસ્તિ ] કાંઈ પણ લાગતાવળગતો નથી
અર્થાત એને અને મારે કાંઈ પણ નાતો નથી. પ્રવચન
| [ ન નારિત નાસ્તિ] કાંઈ પણ લાગતાવળગતો નથી રત્નાકર
અર્થાત એને અને મારે કાંઈ પણ નાતો નથી. સમયસાર | ૮૧-૬ | इति सति सह सर्वैरन्यभावैर्विवेके
૨૦૦-૪ | રૂતિ સતિ સE સવરેન્જમાવર્વિવેછે
પ્રવચન રત્નાકર
001.a
22 Apr 2002
Updated "Thanks & our Request" page to include link to donation page.
Please inform us of any errors on rajesh.@AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન રત્નાકર
[ભાગ-૨ ]
5
પરમ પુજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનાં શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વખત થયેલાં
પ્રવચનો
ri
: પ્રકાશક :
શ્ર કુંદકુંદ કહાન પરમાગમ ટ્રસ્ટ
મુંબઇ
Please inform us of any errors on rajesh.@Atma Dharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રાપ્તિસ્થાન : શ્રી દિગંબર જૈન સવાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ-૩૬૪ ૨૫૦ શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ, ૧૭૩/૭૫ મુંબાદેવી રોડ, મુંબઈ-૪OO OOR
પ્રથમ આવૃત્તિ પ્રત : પOOO મુલ્ય: પ-૦૦
મુદ્રક : પ્રવિણચંદ્ર હ. શાહ તથા મગનલાલ જૈન અજિત મુદ્રણાલય સોનગઢ (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on rajesh.@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨મોપકારી પરમપુજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકાશકીય નિવેદન
* * मंगलं भगवान वीरो मंगलं गौतमोगणी। मंगलं कुंदकुंदार्यों जैन धर्मोऽस्तु मंगलम्।।
પ્રારંભિક :
પરમ દેવાધિદેવ જિનેશ્વરદેવ શ્રી વર્ધ્વમાનસ્વામી, ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી તથા આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદદેવને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર.
એ તો સુવિદિત છે કે અંતિમ તીર્થકર ભગવાન શ્રી વર્ધ્વમાનસ્વામીની દિવ્યધ્વનિનો સાર આચાર્ય શ્રી કુંદકુંદદેવપ્રણિત સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય આદિ પરમાગમોમાં ઠાંસી ઠાંસીને ભરેલો છે. ભવ્યજીવોના સદ્ભાગ્યે આજે પણ આ પરમાગમો શ્રી અમૃતચંદ્રાચાર્ય આદિ મહાન દિગ્ગજ આચાર્યોની ટીકા સહિત ઉપલબ્ધ છે. વળી વિશેષ મહાભાગ્યની વાત તો એ છે કે સાંપ્રતકાળમાં આ પરમાગમોનાં ગૂઢરહસ્યો સમજવાની જીવોની યોગ્યતા મંદતર થતી જાય છે. તેવા સમયમાં જૈનશાસનના નભોમંડળમાં એક મહાપ્રતાપી પુરુષ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી-જેમને યુગપુરુષ કહી શકાય, તેવા સત્પરુષનો યોગ થયો છે. પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી આજે છેલ્લાં ૪૫ વર્ષોથી ઉપરોક્ત પરમાગમોમાં પ્રતિપાદિત જૈનધર્મના મૂળ સિદ્ધાંતોને અતિસ્પષ્ટ, શીતળ અને પરમ શાંતિપ્રદાયક પ્રવચનગંગા દ્વારા રેલાવી રહ્યા છે. આ પવિત્ર પ્રવચનગંગામાં અવગાહન પામીને અનેક ભવ્ય આત્માઓને જૈનધર્મની પ્રાપ્તિ થઈ છે, તેમ જ અનેક જીવો જૈનધર્મના ગંભીર રહસ્યોને સમજતા થયા છે અને માર્ગાનુસારી બન્યા છે. આ રીતે પૂજ્ય ગુરુદેવનો જૈન સમાજ ઉપર અનુપમ, અલૌકિક અનંત ઉપકાર છે. તેઓશ્રીના આ ઉપકારનો અહોભાવ નીચેની પંક્તિઓ દ્વારા પ્રત્યેક મુમુક્ષુઓ વ્યક્ત કરે છે :
અહો ! ઉપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો, જિન-કુંદધ્વનિ આપ્યા અહો! તે ગુરુ કહાનનો.
પુણ્યપ્રસંગનું સૌભાગ્ય :
સંવત ૨૦૩૪ની દીપાવલિ પ્રસંગે મુંબઈ મુમુક્ષુ મંડળના સભ્યો પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ૯૦મી જન્મજયંતી મુંબઈમાં ઉજવાય તે માટે અનુમતિ પ્રાપ્ત કરવા વિનંતી કરવા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
માટે સોનગઢ આવેલા ત્યારે કેટલાક સભ્યોને પોતાના સ્વાધ્યાયના લાભના હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર ૫૨માગમ ઉ૫૨ અઢારમીવા૨ થયેલ સાતિશય પ્રવચનો (સને ૧૯૭૫, ૧૯૭૬, ૧૯૭૭માં) પ્રસિદ્ધ કરવાનો મંગળ વિચાર આવ્યો. આ વિચાર મંડળના સૌ સભ્યોએ પ્રમોદથી આવકાર્યો અને પ્રસિદ્ધ અધ્યાત્મપ્રવક્તા, ધર્માનુરાગી મુરબ્બી શ્રી લાલચંદભાઈની પણ આ સુંદર કાર્ય માટે મંડળને પ્રોત્સાહિત કરતી શુભપ્રેરણા મળી. આ રીતે મુંબઈના મુમુક્ષુમંડળને પૂજ્ય ગુરુદેવશ્રીના અઢારમી વારના પરમાગમ શ્રી સમયસાર ઉપર થયેલા અનુભવ૨સમંડિત, ૫૨મકલ્યાણકારી, આત્મતિસાધક પ્રવચનો પ્રકાશિત કરવાના આ પુનિત પ્રસંગનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે અત્યંત હર્ષ અને ઉલ્લાસનું કારણ
છે.
પ્રકાશનનો હેતુ :
આ પ્રવચનોના પ્રકાશનનો મૂળ હેતુ તો નિજસ્વાધ્યાયનો લાભ થાય તે જ છે. તદ્દ–ઉપરાંત સૌ જિજ્ઞાસુ ભાઈ-બહેનોને પૂજ્ય ગુરુદેવશ્રીનાં શ્રી સમયસાર ઉપરનાં સળંગ સર્વ પ્રવચનો સાક્ષાત્ સાંભળવાનો લાભ પ્રાપ્ત ન થઈ શકયો હોય તે સંભવિત છે. તેથી આ ગ્રંથમાળામાં ક્રમશઃ આદિથી અંત સુધીનાં પૂરાં પ્રવચનોને સમજવાનો કાયમી અને સર્વકાલિક લાભ મળી રહે તે હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીની અધ્યાત્મરસઝરતી અમૃતમયી વાણીના સ્વાધ્યાય દ્વારા નિરંતર મુમુક્ષુ જીવોને આત્મતિથી પ્રેરણા મળતી રહેશે, તેવો આશય પણ આ પ્રકાશનનું પ્રેરકબળ છે.
વળી આ પંચમકાળના પ્રવાહમાં ક્રમશઃ જીવોનો ક્ષયોપશમ મંદતર થતો જાય છે તેથી ૫૨માગમમાં રહેલા સૂક્ષ્મ અને ગંભીર રહસ્યો સ્વયં સમજવાં ઘણાં જ કઠિન છે. આ પરિસ્થિતિમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ સાદી અને સરળ ભાષામાં સ્પષ્ટ કરેલાં પ્રવચનો લેખબદ્ધ કરીને પુસ્તકારૂઢ કરવામાં આવે તો ભાવી પેઢીને પણ શ્રી સમયસાર પરમાગમનાં અતિગૂઢ રહસ્યો સમજવામાં સરળતાપૂર્વક સહાયરૂપ બની રહેશે અને તે રીતે જિનોક્ત તત્ત્વજ્ઞાન અને તેની સ્વાધ્યાયપરંપરા તેના યથાર્થ સ્વરૂપમાં જળવાઈ રહેશે તેમ જ તે દ્વારા અનેક ભયજીવોને પોતાનું આત્મકલ્યાણ સાધવામાં મહાન પ્રેરણા પ્રાપ્ત થશે તેવા વિચારના બળે પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર ઉપરાંત બીજા પણ અનેક પરમાગમો ઉપર થયેલ પ્રવચનો પ્રકાશિત કરવાની ભાવના છે અને તે ભાવનાવશ
આ ટ્રસ્ટની રચના થઈ છે. ઉપરોક્ત હેતુથી આ ટ્રસ્ટનો જન્મ થયો છે અને પૂજ્ય ગુરુદેવનાં હજારો પ્રવચનો પ્રસિદ્ધ કરવાનો જ મુખ્ય ઉદ્દેશ આ ટ્રસ્ટમાં રાખવામાં આવેલ
છે.
આ પ્રસંગે સ્વ. શ્રી સોગાનીજીનું એક વચન સાકાર થશે તેવું ભાસે છે. તેમણે કહ્યું છે કે પૂજ્ય ગુરુદેવશ્રીથી ધર્મનો જે આ પાયો નંખાયો છે તે પંચમકાળના અંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સુધી રહેશે. તદુપરાંત પૂજ્ય બેનશ્રીનાં વચનામૃત નં. ૨૭ માં ઉલ્લેખ છે કે ‘તેમનો (પૂજ્ય ગુરુદેવશ્રીનો) મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષ સુધી ગવાશે.' ખરેખર જ્ઞાનીઓના નિર્મળ શ્રુતજ્ઞાનમાં ભાવિપ્રસંગો કેવળજ્ઞાનવત્ પ્રતિભાસે છે, કારણ કે આ ટ્રસ્ટની યોજના પૂજ્ય ગુરુદેવશ્રીના પાંચ પરમાગમો ઉપર થયેલાં પ્રવચનો ઉપરાંત
બીજા પણ અનેક શાસ્ત્રો ઉપર થયેલાં પ્રવચનો ક્રમશઃ પ્રસિદ્ધ કરવાની ભાવના સમાહિત
છે. એ રીતે હજારો પ્રવચનોનું સંકલન પ્રથમ સંસ્કરણમાં જ અનેક ગ્રંથોરૂપે પુસ્તકારૂઢ થશે અને તેવા પ્રત્યેક પુસ્તકોનું સંસ્કરણ (આવૃત્તિ) હજારોની સંખ્યામાં રહેશે. એ રીતે હિંદી અને ગુજરાતી ભાષામાં તાત્કાલિક પ્રકાશન થતાં પુસ્તકોની સંખ્યા લાખોમાં થવા જાય છે અને તેની પરંપરા ચાલે તો ઉપરોક્ત જ્ઞાનીઓનાં વચનો સિદ્ધ થવાનું પ્રત્યક્ષ જણાઈ આવે છે.
કાર્યવાહી :
શ્રી સમયસાર પરમાગમ ઉપરનાં પૂજ્ય ગુરુદેવશ્રીના અઢારમી વખતના થયેલ મંગળ પ્રવચનો તે સમયે ટેપરેકોર્ડર ઉપ૨ અંક્તિ કરી લેવામાં આવ્યાં હતાં. આ ધ્વનિમુદ્રિત પ્રવચનો ટેપ ઉ૫૨થી સાંભળીને ક્રમશઃ લેખબદ્ધ કરવામાં આવ્યાં છે. એક જ ટેપને વારંવાર સાંભળીને લેખન કરવામાં આવેલ છે. તેમ છતાં તેમાં કાંઈ ત્રુટી રહી જવા ન પામે તે હેતુથી લખનાર સિવાય તપાસનારે ફરીથી સઘળાં પ્રવચનો ટેપ ઉપરથી સાંભળીને તેની ચકાસણી કરેલ છે. આ પ્રમાણે તૈયાર થયેલાં પ્રવચનોના યથાયોગ્ય સુસંગત ફકરા પાડી તેને ફરીથી ભાઈશ્રી રમણલાલ માણેકલાલ શાહે લિપિબદ્ધ કરી આપેલ છે. તથા તે લિપિબદ્ધ થયેલાં પ્રવચનોની પણ છેલ્લે વિદ્વાન ભાઈશ્રી ડો. ચંદુભાઈ દ્વારા પૂરતી ચકાસણી કરવામાં આવેલ છે. આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોમાં વ્યક્ત થયેલ ભાવો સારી રીતે યથાસ્થિત જળવાઈ રહે તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
અનુક્રમણિકા
પૃષ્ઠક
nom za Wron
૨૫.
પ્રવચન નંબર ૫૪ થી ૭ પ૫ થી ૫૭ પપ થી પ૭ પ૫ થી ૫૭ ૫૮ થી ૬૧ ૫૮ થી ૬૧ ૬૧-૬ર ૬૧-૬૨ ૬૨ થી ૬૪ ૬૨ થી ૬૪ ૬૪ થી ૬૭ ૬૪ થી ૬૭ ૬૭-૬૮ ૬૭-૬૮
४८
0
*
0
*
0
ગાથા/કળશ કળશ-૧૫ ગાથા-૧૬ કળશ-૧૬ થી ૧૮ કળશ-૧૯ ગાથા-૧૭-૧૮ કળશ-૨૦ ગાથા–૧૯ કળશ-૨૧ ગાથા-૨૦ થી ૨૨ કળશ-૨૨ ગાથા-૨૩ થી ૨૫ કળશ-૨૩ ગાથા-ર૬ કળશ-૨૪ ગાથા-૨૭ ગાથા-૨૮ ગાથા-૨૯ ગાથા-૩) કળશ-૨૫ કળશ-૨૬ ગાથા-૩૧
*
).
૧ર
૭૯
૧OO
૧૩ ૧૪
૧OO
૧૦૫
૧૫ ૧૬
૧૧૨
૧૮
૧૮
૧૧૫ ૧૧૭ ૧૧૭ ૧૧૮ ૧૨)
૨૦
૨૧
૭૦ થી ૭ર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા/કળશ ગાથા-૩ર ગાથા-૩૩ કળશ-૨૭-૨૮ ગાથા-૩૪ ગાથા-૩પ કળશ-૨૯ ગાથા-૩૬ કળશ-૩) ગાથા-૩૦ કળશ-૩૧ ગાથા-૩૮ કળશ-૩ર.
પ્રવચન નંબર ૭ર થી ૭૪ ૭૪ થી ૩૬ ૭૪ થી ૭૬ ૭૭-૭૮ ૭૯ થી ૮૧ ૭૯ થી ૮૧ ૮૧ થી ૮૨ ૮૧ થી ૮૨ ૮૩-૮૪ ૮૩-૮૪ ૮૪ થી ૮૭ ૮૪ થી ૮૭
પૃષ્ઠોક ૧૩ર ૧૪૩ ૧૪૪ ૧૫૯ ૧૬૯ ૧૭)
૧૮૮ ૧૮૯
૧૯૯
૨OO
૨૧૨
૨૧૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
CHANGES MADE TO THIS DOCUMENT COMPARED TO THE PAPER VERSION WITH EXPLANATION
# | Shastr | Page- | Content
Line સમયસા ૬૩-૫ | ववहारणओ भासदि जीवो देहो य हवदि खलु एक्को। ૬૩-૬
ण दु णिच्छयस्स जीवो देहो य कदा वि एक्कट्ठो।। २७ ।। પ્રવચન ૧૦૫-૫ | વવદીયો માંસરિ નીવો વેરો ય હરિ તુ રૂપે રત્નાકર ૧૦૫-૬
ण दु णिच्छयस्स जीवो देहो स कदावि एकट्ठो।। २७।। ૭૯-૨૩ |[ bશ્ચન નાસ્તિ નાસ્તિ ] કાંઈ પણ લાગતાવળગતો નથી
| અર્થાત એને અને મારે કાંઈ પણ નાતો નથી. પ્રવચન | ૧૮૯-૩૧ |[ ન નાસ્તિ નાસ્તિ] કાંઈ પણ લાગતાવળગતો નથી રત્નાકર
અર્થાત એને અને મારે કાંઈ પણ નાતો નથી. સમયસા ૮૧-૬ | રૂતિ સતિ સ૬ સર્વેરન્યમાર્વિવેછે
૨
|
સમયસા
પ્રવચન રત્નાકર
| इति सति सह सवरेन्यभावैर्विवेके
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
30
परमात्मने नमः।
શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
સમયસાર
ઉપર
૫૨મ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः ।
જીવ-અજીવ અધિકાર
હવે, આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છે:
(અનુન્નુમ્ )
एष ज्ञानघनो नित्यमात्मा सिद्धिमभीप्सुभिः । साध्यसाधकभावेन द्विधैकः समुपास्यताम् ।। १५ ।।
શ્લોકાર્થ:- [yl: જ્ઞાનઘન: આત્મા] આ (પૂર્વકથિત ) જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે, [ સિદ્ધિમ્ અમીષ્ટુમિ: ] સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક પુરુષોએ [સાધ્યસાધભાવેન ] સાધ્યસાધકભાવના ભેદથી [દ્વિધા] બે પ્રકારે, [y: ] એક જ [નિત્યમ્ સમુપાલ્યતામ્ ] નિત્ય સેવવાયોગ્ય છે; તેનું સેવન કરો.
ભાવાર્થ:- :- આત્મા તો જ્ઞાનસ્વરૂપ એક જ છે પરંતુ એનું પૂર્ણરૂપ સાધ્યભાવ છે અને અપૂર્ણરૂપ સાધકભાવ છે; એવા ભાવભેદથી બે પ્રકારે એકને જ સેવવો. ૧૫.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ સમયસાર પ્રવચન
હવે આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છે. ગાથા ૧૪ માં સમ્યગ્દર્શનની વાત હતી, ગાથા ૧૫ માં સમ્યજ્ઞાનની વાત કરી, અને ગાથા ૧૬ માં દર્શન-જ્ઞાનચારિત્ર ત્રણેય લે છે. આ કળશ ૧૬ નો ઉપોદઘાત છે.
* કળશ ૧૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
‘ષ: જ્ઞાનધન: ત્મિા' આ (પૂર્વકથિત) જ્ઞાનઘનસ્વરૂપ આત્મા છે. જેમ પહેલાં ધી” એવાં આવતાં કે શિયાળાના દિવસોમાં અંદર આંગળી તો પ્રવેશ ન પામે પરંતુ તાવેથો પણ વળી જાય. (પ્રવેશ પામે નહિ). એમ ભગવાન આત્મા અંદરમાં જ્ઞાનઘન છે. તેમાં શરીર, વાણી કે કર્મ તો પ્રવેશી શક્તા નથી પરંતુ દયા, દાન આદિના વિકલ્પો કે વર્તમાન પર્યાય પણ એમાં પ્રવેશ પામતી નથી. એવા જ્ઞાનઘન સ્વરૂપ આત્માને “સિદ્ધિન ૩મીખુfમ:' સ્વરૂપની પ્રાપ્તિના ઇચ્છુક પુરુષોએ “સાધ્યરાધ ભાવેન દ્વિધા' સાધ્યસાધક ભાવના ભેદથી બે પ્રકારે, “પ: નિત્યમ સમુપાચતા' એક જ નિત્ય સેવવા યોગ્ય છે; તેનું સેવન કરો. શું કહ્યું? જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માની પૂર્ણ સિદ્ધ પર્યાય એ સાધ્ય છે અને વર્તમાનમાં સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા એ સાધક છે. જ્ઞાયકભાવના (આત્મદ્રવ્યના) બે ભેદજ્ઞાનની પૂર્ણતાનો ભાવ એ સાધ્ય અને અપૂર્ણ સમ્યજ્ઞાનરૂપ પરિણતિ એ સાધક. વચમાં દયા, દાન, આદિ વિકલ્પો થાય એ કાંઈ સાધક નથી, તથા એનાથી મુક્તિ પણ પ્રાપ્ત થતી નથી. આ રીતે સાધ્ય-સાધક ભાવના ભેદથી બે પ્રકારે એક જ આત્મા નિત્ય સેવન કરવા યોગ્ય છે. પ્રકાશનો પૂંજ જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્મા પોતે જ સાધક ભાવરૂપ થઈને પોતે જ સાધ્ય થાય છે, વચમાં કોઈ રાગાદિની-વ્યવહારરત્નત્રયના પરિણામની એને મદદ નથી.
જ્ઞાનીની વાત સાંભળીને કેટલાક અજ્ઞાની લોકો પણ હવે એમ કહેવા લાગ્યા છે કે અમોને અહીં પણ આત્માના લક્ષે ઉપવાસાદિ થાય છે. પરંતુ જેઓ કુદેવ-કુગુરુકુશાસ્ત્રને માને છે કે જે મિથ્યાત્વ છે અર્થાત્ જ્યાં સમ્યગ્દર્શનનાં ઠેકાણાં પણ નથી ત્યાં આત્માનું લક્ષ કયાંથી હોય? જેને જ્ઞાન અને દર્શન પૂર્ણ પ્રાપ્ત થઈ ગયાં છે એવા અરિહંત સર્વજ્ઞ પરમાત્મા દેવ છે. તે સર્વ દોષોથી રહિત વીતરાગ છે. એના શરીરની દશા એવી છે કે તેમને સુધા, તૃષા કે રોગ આદિ દોષ હોતા નથી. તથા સાચા નિગ્રંથ ગુરુ એને કહે છે કે જે મહાવ્રતાદિના વિકલ્પથી ભિન્ન પડીને ત્રણ કષાયના અભાવપૂર્વક સમ્યગ્દર્શન-શાન સહિત ચારિત્રની રમણતામાં ઝૂલે છે. આવું યથાર્થ જાણ્યા વિના ભગવાનને રોગ આદિ થાય છે એમ માને તથા જ્યાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની પણ ખબર નથી અને આત્માના લક્ષે કોઈ વાત (સાધના) હોઈ શકે નહીં. ઝીણી વાત છે, ભાઈ ! આ તો જન્મ-મરણનો અંત કરવાની વાત છે.
અહીં કહે છે કે આત્મા ચૈતન્યઘન પિંડ છે. એની નિર્વિકલ્પ શ્રદ્ધા, સ્વસંવેદન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૨]
[૩
જ્ઞાન અને એમાં સ્થિરતારૂપ વીતરાગી ચારિત્ર એ સાધકભાવે આત્મા પોતે પરિણમે છે અને એ ત્રણેની પૂર્ણતારૂપ જે સાધ્યભાવ તે-રૂપે પણ પોતે જ પરિણમે છે. આ રીતે બે પ્રકારે પણ એક જ આત્મા સદા સેવવા યોગ્ય છે, બીજું નહીં. સાધકભાવ અને સાધ્યભાવ એ બન્નેમાં એકલો આત્મા જ જ્ઞાનરૂપે પરિણમે છે. વચમાં જે વ્યવહારરત્નત્રય આવે છે એનું સેવન કરવું અથવા વ્યવહારરત્નત્રય સહાય કરે છે એમ નથી.
* કળશ ૧૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
આત્મા તો જ્ઞાનસ્વરૂપ એક જ છે, પરંતુ એનું પૂર્ણરૂપ તે સાધ્યભાવ છે અને અપૂર્ણરૂપ તે સાધકભાવ છે. શું કહ્યું? શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા સાધકભાવમાં અને સાધ્યભાવમાં પોતે જ પરિણમે છે. સાધ્ય-સાધકભાવના ભાવભેદે બે પ્રકારે એકનું સેવન કરવું. આગળ ગાથામાં પછી કહેશે કે દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયથી અમે સમજાવીએ છીએ, પરંતુ સેવન એકનું જ (આત્માનું) કરવું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
*
જીવ-અજીવ અધિકાર
*
ગાથા-૧૬
दंसणणाणचरित्ताणि सेविदव्वाणि साहुणा णिच्चं। ताणि पुण जाण तिण्णि वि अप्पाणं चेव णिच्छयदो।।१६ ।।
दर्शनज्ञानचरित्राणि सेवितव्यानि साधुना नित्यम्। तानि पुनर्जानीहि त्रीण्यप्यात्मानं चैव निश्चयतः।। १६ ।।
હવે, દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધકભાવ છે એમ ગાથામાં કહે છે :
દર્શન, વળી નિત્ય જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવાં; પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચયદષ્ટિમાં. ૧૬,
ગાથાર્થ - [સાધુના] સાધુ પુરુષે [વર્ગનજ્ઞાનવરિત્રાળિ] દર્શન, જ્ઞાન અને ચારિત્ર [ નિત્યમ] સદા [ સેવિતવ્યનિ] સેવવાયોગ્ય છે; [ પુનઃ] વળી [ તાનિ ત્રીજી
પિ] તે ત્રણેને [ નિયત:] નિશ્ચયનયથી [ માત્માનું જ ઈવ] એક આત્મા જ [નાનાદિ] જાણો.
ટીકા:- આ આત્મા જે ભાવથી સાધ્ય તથા સાધન થાય તે ભાવથી જ નિત્ય સેવવાયોગ્ય છે એમ પોતે ઇરાદો રાખીને બીજાઓને વ્યવહારથી પ્રતિપાદન કરે છે કે સાધુ પુરુષે દર્શન, જ્ઞાન, ચારિત્ર સદા સેવવાયોગ્ય છે. પણ પરમાર્થથી જોવામાં આવે તો એ ત્રણેય એક આત્મા જ છે કારણ કે તેઓ અન્ય વસ્તુ નથી –આત્માના જ પર્યાયો છે. જેમ કોઈ દેવદત્ત નામના પુરુષનાં જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ, દેવદત્તના સ્વભાવને ઉલ્લંઘતાં નહિ હોવાથી, (તેઓ) દેવદત્ત જ છે-અન્ય વસ્તુ નથી, તેમ આત્મામાં પણ આત્માનાં જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ, આત્માના સ્વભાવને ઉલંઘતાં નહિ હોવાથી, (તેઓ) આત્મા જ છે-અન્ય વસ્તુ નથી. માટે એમ સ્વયમેવ સિદ્ધ થાય છે કે એક આત્મા જ સેવન કરવા યોગ્ય છે.
ભાવાર્થ:- દર્શન, જ્ઞાન, ચારિત્ર-ત્રણે આત્માના જ પર્યાયો છે, કોઈ જાદી વસ્તુ નથી; તેથી સાધુ પુરુષોએ એક આત્માનું સેવન કરવું એ નિશ્ચય છે અને વ્યવહારથી અન્યને પણ એ જ ઉપદેશ કરવો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૨]
(અનુકુમ ) दर्शनज्ञानचारित्रैस्त्रित्वादेकत्वतः स्वयम्। मेचकोऽमेचकश्चापि सममात्मा प्रमाणतः।।१६।।
(અનુકુમ) दर्शनज्ञानचारित्रैस्त्रिभिः परिणतत्वतः। एकोऽपि त्रिस्वभावत्वाव्यवहारेण मेचकः।। १७ ।।
(નુકુમ) परमार्थेन तु व्यक्तज्ञातृत्वज्योतिषैककः। सर्वभावान्तरध्वंसिस्वभावत्वादमेचकः।। १८ ।।
હવે, એ જ અર્થનો કલશરૂપ શ્લોક કહે છે –
શ્લોકાર્થઃ- [DHIળત:] પ્રમાણદષ્ટિથી જોઈએ તો [ માત્મા] આ આત્મા [ સમન્ મેવ: મેવ: ૨ ]િ એકસાથે અનેક અવસ્થારૂપ (“મેચક') પણ છે અને એક અવસ્થારૂપ (“અમેચક') પણ છે, [ર્શન–જ્ઞાન–વારિત્રે ત્રિત્વીત્] કારણ કે એને દર્શન-જ્ઞાન-ચારિત્રથી તો ત્રણપણું છે અને [ સ્વયમ પર્વત:] પોતાથી પોતાને એકપણું
ભાવાર્થ- પ્રમાણદષ્ટિમાં ત્રિકાળસ્વરૂપ વસ્તુ દ્રવ્યપર્યાયરૂપ જોવામાં આવે છે, તેથી આત્મા પણ એકીસાથે એકાનેકસ્વરૂપ દેખવો. ૧૬.
હવે નિયવિવક્ષા કહે છે:
શ્લોકાર્થ:- [ $: ]િ આત્મા એક છે તોપણ [ વ્યવદારેT] વ્યવહારદષ્ટિથી જોઈએ તો [ ત્રિસ્વમાવવાન્] ત્રણ-સ્વભાવપણાને લીધે [મેવવ:] અનેકાકારરૂપ (“મેચક') છે, [વર્શન–જ્ઞાન–વારિત્ર: ત્રિમ: પરિળતત્વત:] કારણ કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર-એ ત્રણ ભાવે પરિણમે છે.
ભાવાર્થ:- શુદ્ધદ્રવ્યાર્થિક નયે આત્મા એક છે; આ નયને પ્રધાન કરી કહેવામાં આવે ત્યારે પર્યાયાર્થિક નય ગૌણ થયો તેથી એકને ત્રણરૂપ પરિણમતો કહેવો તે વ્યવહાર થયો, અસત્યાર્થ પણ થયો. એમ વ્યવહારનયે આત્માને દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ પરિણામોને લીધે “મેચક' કહ્યો છે. ૧૭.
હવે પરમાર્થનાથી કહે છે:
શ્લોકાર્થ- [ પરમાર્થેન 1] શુદ્ધ નિશ્ચયનયથી જોવામાં આવે તો [apજ્ઞાતૃત્વ-જ્યોતિષા] પ્રગટ જ્ઞાયક્લાજ્યોતિમાત્રથી [:] આત્મા એકસ્વરૂપ છે [ સર્વ–માવાન્તર–
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ સમયસાર પ્રવચન
(અનુકુમ) आत्मनश्चिन्तयैवालं मेचकामेचकत्वयोः। दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा।। १९ ।।
ધ્વરિષ–સ્વમાવત્વાર્] કારણ કે શુદ્ધદ્રવ્યાર્થિક નયથી સર્વ અન્યદ્રવ્યના સ્વભાવો તથા અન્યના નિમિત્તથી થતા વિભાવોને દૂર કરવારૂપ તેનો સ્વભાવ છે, [ ગમેઘ5:] તેથી તે અમેચક' છે-શુદ્ધ એકાકાર છે.
ભાવાર્થ:- ભેદદષ્ટિને ગૌણ કરી અભેદદષ્ટિથી જોવામાં આવે તો આત્મા એકાકાર જ છે, તે જ અમેચક છે. ૧૮.
આત્માને પ્રમાણ-નયથી મેચક, અમેચક કહ્યો, તે ચિંતાને મટાડી જેમ સાધ્યની સિદ્ધિ થાય તેમ કરવું એમ હવે કહે છે:
શ્લોકાર્થ- [ આત્મ: ] આ આત્મા [મે–ગમે ત્વયો.] મેચક છે-ભેદરૂપ અનેકાકાર છે તથા અમેચક છે-અભેદરૂપ એકાકાર છે [ ચિન્તયા વ ગનં] એવી ચિંતાથી તો બસ થાઓ. [ સાધ્યસિદ્ધિઃ] સાધ્ય આત્માની સિદ્ધિ તો [ રર્શન–જ્ઞાનવારિત્રે.] દર્શન, જ્ઞાન ને ચારિત્ર-એ ત્રણ ભાવોથી જ છે, [ ન વ ન્યથા] બીજી રીતે નથી (એ નિયમ છે).
ભાવાર્થ:- આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત્ પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય છે. આત્મા મેચક છે કે અમેચક છે એવા વિચારો જ માત્ર કર્યા કરવાથી તે સાધ્ય સિદ્ધ થતું નથી, પરંતુ દર્શન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું અવલોકન, જ્ઞાન અર્થાત્ શુદ્ધ
સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું અને ચારિત્ર અર્થાત્ શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા-તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. આ જ મોક્ષમાર્ગ છે, તે સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી.
વ્યવહારી લોકો પર્યાયમાં-ભેદમાં સમજે છે તેથી અહીં જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદથી સમજાવ્યું છે. ૧૯.
* સમયસાર : ગાથા ૧૬ : ઉપોદ્દાત *
૧૪ મી ગાથામાં સમ્યગ્દર્શનનો અધિકાર અને ૧૫ મી ગાથામાં સમ્યજ્ઞાનનો અધિકાર કહ્યો. હવે અહીં ગાથા ૧૬ માં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધકભાવની વાત કરે છે –
* ગાથા ૧૬ : ગાથાર્થ ઉપરનું પ્રવચન * સાધુના સાધુ પુરુષ વર્ણન-જ્ઞાનવાત્રિાદિ દર્શન, જ્ઞાન અને ચારિત્ર નિત્યમ' સદો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૨]
[ ૭
સેવિતવ્યાનિ' સેવવા યોગ્ય છે. જુઓ, સાધુ કોને કહીએ? કે જે દર્શન, જ્ઞાન, ચારિત્રનું સેવન કરે તે સાધુ છે. આ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ નિશ્ચયરત્નત્રયની વાત છે. અખંડ, અભેદ, એકરૂપ જે ત્રિકાળી જ્ઞાયકભાવ એની દષ્ટિ એ નિર્વિકલ્પ સમ્યગ્દર્શન, એનું
સંવેદનજ્ઞાન એ સમ્યજ્ઞાન અને એમાં રમણતા-લીનતા-આચરણરૂપ અનુષ્ઠાન એ સમ્યક્રચારિત્ર. આ નિશ્ચયરત્નત્રયનું સેવન કરે તે સાધુ છે. પાંચ મહાવ્રત કે વ્યવહારરત્નત્રયના વિકલ્પ એ કાંઈ નિશ્ચયચારિત્ર નથી, નિશ્ચયધર્મ નથી. એ તો રાગ છે, વિકાર છે અને તેથી સેવવા યોગ્ય નથી. આ તો વીતરાગમાર્ગનું કથન છે. ભાઈ ! અંત:તત્ત્વસ્વરૂપ જે શુદ્ધચૈતન્યઘન એનાં શ્રદ્ધા-જ્ઞાન અને શાંતિરૂપ જે નિર્વિકલ્પ વીતરાગી પર્યાય એનું સેવન કરવા યોગ્ય છે એમ વ્યવહારથી કથન છે. ભગવાન જ્ઞાયકસ્વભાવ એકલો છે. એ જ્ઞાયકસ્વભાવ એકનું સેવન કરવું એ નિશ્ચય છે, પરમાર્થ છે, વાસ્તવિક છે. તથા ઉપદેશમાં ભેદ પાડીને દર્શન, જ્ઞાન અને ચારિત્ર સદા સેવવા યોગ્ય છે એમ કહેવું એ વ્યવહાર છે. એકરૂપ આત્મામાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર એમ ત્રણ પ્રકાર કહેવા એ વ્યવહાર છે.
હવે કહે છે–વળી ‘તાનિ ત્રીfણ પિ' તે ત્રણેને “નિશ્ચયત:' નિશ્ચયનયથી આત્માને જ ઈવ' એક આત્મા જ “નાનીદિ' જાણો. અખંડ અભેદ એકરૂપ જે જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા તે એકનું સેવન કરતાં તેમાં એ ત્રણેય પર્યાયો આવી જાય છે. પણ ત્રણ પર્યાયનું લક્ષ કરવું એ વ્યવહારનય છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર તો નિશ્ચય છે (નિશ્ચયરત્નત્રય છે), પણ અખંડ એક નિશ્ચય સ્વભાવની અપેક્ષાએ એ ત્રણેય પર્યાય છે અને તેથી વ્યવહાર છે, મલિન છે. ઝીણી વાત, ભાઈ ! પણ અલૌકિક વાત છે. શું કહે છે? એ ત્રણેને નિશ્ચયનયથી એક આત્મા જ જાણો. અંતર જ્ઞાયકભાવની એકાગ્રતા થવાથી એ ત્રણેય નિર્મળ પર્યાયો થઈ જાય છે પરંતુ એ પર્યાયોનું લક્ષ કરી તેમનો આશ્રય કરવા યોગ્ય નથી. અહાહા ! એ નિશ્ચય મોક્ષમાર્ગની પર્યાય આશ્રય કરવા લાયક નથી. એ ત્રણ છે માટે વ્યવહાર છે. આ નિશ્ચય (મોક્ષમાર્ગ) પણ વ્યવહાર છે. ગજબ વાત! ભગવાન! આ માર્ગ તો અત્યારે ગાયબ (ગૂમ) થઈ ગયો. મોક્ષમાર્ગથી વિરુદ્ધ બહારની બધી કડાકૂટ થઈ ગઈ છે. અહીં તો ભગવાન કુંદકુંદાચાર્ય કહે છે-એ ત્રણેયને નિશ્ચયથી એક આત્મા જ જાણો. લ્યો, આ અંદરમાં એવો આત્મા બિરાજમાન છે.
* ગાથા ૧૬ : ટીકા ઉપરનું પ્રવચન *
“આ આત્મા જે ભાવથી સાધ્ય તથા સાધન થાય તે ભાવથી જ નિત્ય સેવવા યોગ્ય છે.” અહીં એમ કહે છે કે આ આત્મા જે ભાવથી સાધ્ય એટલે મોક્ષ તથા સાધન એટલે મોક્ષમાર્ગની પર્યાય થાય તે ભાવથી સેવવા યોગ્ય છે. નિશ્ચયમોક્ષમાર્ગની પર્યાય એ સાધન છે, પણ વ્યવહારરત્નત્રયનો વિકલ્પ તે સાધન નથી. અહીં અસ્તિથી કથન કર્યું એમાં નાસ્તિ આવી ગઈ. આ આત્માને (જે ભાવથી) પોતાનો આશ્રય કરવાથી પૂર્ણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ સમયસાર પ્રવચન
સાધ્ય (મોક્ષ) પ્રગટ થાય છે તથા જે ભાવથી પોતાનો આશ્રય કરવાથી વર્તમાન સાધકભાવ (મોક્ષમાર્ગ ) ઉત્પન્ન થાય છે, તે ભાવથી એક આત્મા જ નિત્ય સેવવા યોગ્ય છે. ઝીણી વાત, ભાઈ ! પણ અનંતકાળથી પોતાની જે અખંડ અભેદ ચીજ છે એની દષ્ટિ ક્યારેય કરી જ નથી ને શાસ્ત્ર સઘળાં ભણે પણ અંતર્દષ્ટિ ન કરે તો તેથી શું?
શું કહે છે? આ આત્મા જે ભાવથી સાધ્ય નામ મોક્ષ અને સાધન નામ મોક્ષોપાય થાય તે ભાવથી જ નિત્ય સેવવા યોગ્ય છે એમ પોતે ઈરાદો રાખીને બીજાઓને વ્યવહારથી પ્રતિપાદન કરે છે કે “સાધુ પુરુષે દર્શન, જ્ઞાન, ચારિત્ર સદી સેવવા યોગ્ય છે.” સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે પર્યાય છે તેથી વ્યવહાર છે. એક આત્મા જે જ્ઞાયકભાવ પૂર્ણાનંદસ્વરૂપ એકસ્વભાવી છે એની સેવા કરવી એ નિશ્ચય છે, પરમાર્થ છે. પહેલાં પણ એમ કહ્યું કે “આત્મા સેવવો; પરંતુ એવા અભેદ કથનથી વ્યવહારીજન સમજી શક્તો નથી તેથી તેને જ્ઞાન-દર્શન-ચારિત્રના ભેદ પાડીને વ્યવહારથી સમજાવ્યું કે સાધુ પુરુષે દર્શન-જ્ઞાન-ચારિત્રનું સેવન કરવું. ભગવાન આત્મા તે નિશ્ચય છે અને તેની અપેક્ષાએ આ દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ ત્રણપણાનું સેવન કહેવું એ વ્યવહાર છે, મેચકપણું છે (મલિનપણું છે), અનેકપણું છે; દર્શનસ્વભાવ, જ્ઞાનસ્વભાવ, ચારિત્રસ્વભાવ ઇત્યાદિ અનેકસ્વભાવ થઈ જાય છે તેથી તે વ્યવહાર છે. વ્યવહારથી ઉપદેશમાં આ પ્રમાણે કથન આવે છે, પણ આશય તો એક શુદ્ધ નિશ્ચય આત્માનું સેવન કરાવવાનો છે.
લોકો તો માને કે અત્યારે પાંચ મહાવ્રત અને અઠ્ઠાવીસ મૂલગુણ પાળે એ સાધુ. પણ ભાઈ, સાધુને માટે આહાર બનાવે અને જો તે આહાર સાધુ લે તો તે દ્રવ્યલિંગી પણ નથી. નિશ્ચય તો નથી પણ વ્યવહારનાંય ઠેકાણાં નથી. કોઈ એમ કહે કે નિશ્ચય હોય પછી વ્યવહાર ગમે તેવો હોય, વ્યવહારનું શું કામ છે? તો તે વાત બરાબર નથી. નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રવંત સાધુને પાંચ મહાવ્રત તથા ૨૮ મૂળગુણ આદિનો વ્યવહાર યથાર્થપણે હોય છે. સાધુને માટે ચોકો બનાવે અને સાધુ તે આહાર લે એવું પ્રાણ જાય તોપણ ત્રણ કાળમાં બને નહિ. લોકો એમ કહે છે કે શરીર રહે તો પ્રાણ ટકે અને તો ધર્મ થાય. પણ એથી તો ધૂળેય ધર્મ નથી. અહીં તો કહે છે કે આત્મામાં રહે-ટકે તો ધર્મ થાય. ભગવાન શુદ્ધ ત્રિકાળી જ્ઞાયકની દષ્ટિમાં રહે તો ધર્મ થાય ભગવાન કુંદકુંદાચાર્યદવે આ ૧૬ મી ગાથામાં સોળવલું સો ટચનું સોનું બતાવ્યું છે.
- પાંચ મહાવ્રત અને અઠ્ઠાવીસ મૂલગુણ એ ચારિત્ર નથી પણ આસ્રવ અને બંધનું જ કારણ છે. નિશ્ચય આત્માના અનુભવરૂપ ચારિત્ર હોય તો આને વ્યવહારચારિત્રનો ઉપચાર આવે. તેમ છતાં એ છે તો બંધનું જ કારણ. અહીં એની વાત નથી. અહીં તો કહે છે કે આત્મા જે પરિપૂર્ણ શુદ્ધ વસ્તુ છે તે જ સાધકપણે-જ્ઞાનપણે પરિણમે છે. અને તે સાધકભાવનું પરિપૂર્ણતામાં પરિણમન તે સાધ્ય. આત્મા પોતે જ અપરિપૂર્ણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૬ ]
[૯
સાધકભાવે અને પરિપૂર્ણ સાધ્યપણે પરિણમે છે. વચમાં બાહ્ય વ્યવહારક્રિયા આવે છે તો મોક્ષમાર્ગ થાય છે એમ નથી.
સાધુ પુરુષે દર્શન, જ્ઞાન, ચારિત્ર સદા સેવવા યોગ્ય છે એમ ભેદ પાડીને કથન કરવામાં આવે છે. આઠમી ગાથામાં કહ્યું ને કે દર્શન-જ્ઞાન-ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા. એવો ભેદ કર્યો પણ પરમાર્થ જોવામાં આવે તો એ ત્રણે એક આત્મા જ છે; કેમકે ત્રણે પર્યાય આત્માથી જુદી નથી. એ એકનું (આત્માનું) સેવન કરવાથી (નિર્મળ) પર્યાય ઉત્પન્ન થાય છે, પણ ત્રણનું સેવન કરવાથી (નિર્મળ ) પર્યાય ઉત્પન્ન થાય છે એમ નથી. સૂક્ષ્મ વાત, ભાઈ ! આ તો આત્મા, બાપુ! એમાં ભગવાન બિરાજે છે. અંદર બધા આત્મા ભગવાન સ્વરૂપ જ છે. એ એકરૂપ સચ્ચિદાનંદ પ્રભુ જેનો જ્ઞાયક એક સ્વભાવ છે તે દ્રવ્યનું સેવન કરવું એ પરમાર્થ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ ત્રણ પ્રકારે સેવન કરવું એ વ્યવહારનું કથન છે. કળશ ટીકાકારે માત્મા મેવ: ચેતન દ્રવ્ય જે ત્રણ પ્રકારે થાય છે તે મેચક કહેતાં મલિન છે એમ કહ્યું છે. સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રની નિર્મળ પર્યાય એ એકના ત્રણ ભેદ થયા એ મલિન છે, વ્યવહાર છે. પર્યાય છે ને? પર્યાય ઉપર લક્ષ જાય તો રાગ જ થાય. અને રાગ મલિન જ છે ને?
નિયમસારની પાંચમી ગાથામાં કહ્યું છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય એ બહિતત્ત્વ છે. અહીં રાગની વાત તો છે જ નહિ, નિર્મળ પર્યાયને બહિ:તત્ત્વ કહી છે. તથા અંત:તત્ત્વ શુદ્ધ પરમાત્મા છે. પૂર્ણ અંતઃતત્ત્વરૂપ જ્ઞાયક પરમાત્મા અને બહિ:તત્ત્વરૂપ નિર્મળ પર્યાય એ બે તત્ત્વોની શ્રદ્ધા કરવી એ વ્યવહાર સમક્તિ છે. જીવ, અજીવ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ સાત તત્ત્વોની શ્રદ્ધા એ પણ વ્યવહાર શ્રદ્ધા છે. વ્યવહાર શ્રદ્ધા એ કાંઈ શ્રદ્ધા ગુણની પર્યાય નથી; એ તો રાગ છે, વિકાર છે. અહીં કહે છે કે જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય છે એ બહિતત્ત્વ છે. એ બહિ:તત્ત્વ ઉપર લક્ષ જાય એ વ્યવહાર છે, મલિન છે, અનેકાકાર છે, અનેકસ્વભાવ છે. જુઓ, કઈ અપેક્ષાએ લીધું? સમયસાર કળશ ટીકા કળશ ૧૬ માં આવે છે કેસામાન્યપણે અર્થગ્રાહકશક્તિનું નામ દર્શન છે, વિશેષપણે અર્થગ્રાહકશક્તિનું નામ જ્ઞાન છે અને શુદ્ધત્વશક્તિનું નામ ચારિત્ર છે. આમ શક્તિભેદ કરતાં એક જીવ ત્રણ પ્રકારે થાય છે, તેથી મલિન કહેવાનો વ્યવહાર છે.
એકને ત્રણ પ્રકારે કહેવો એ વ્યવહાર છે અને વ્યવહાર છે તે અસત્યાર્થ છે. કળશ ૧૭ ના ભાવાર્થમાં આવે છે કે શુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્મા એક છે, પણ પર્યાયાર્થિક નયે એકને ત્રણરૂપ પરિણમન થાય છે એમ કહેવું તે વ્યવહાર છે, અસત્યાર્થ છે. અહીં ત્રિકાળી, ભૂતાર્થ દ્રવ્યને મુખ્ય કરીને નિશ્ચય કહી સત્યાર્થ કહ્યું છે અને પર્યાયમાત્રને ગૌણ કરીને વ્યવહાર કહીને અસત્યાર્થ કહ્યો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
આ તો વીતરાગનો માર્ગ છે. ભાઈ ! પ્રભુ ત્રણલોકનો નાથ સર્વજ્ઞ છે. એની એક સમયની પર્યાયમાં સર્વ લોકાલોક સમાઈ ગયા છે જાણવામાં આવી ગયા છે. આપ્તમીમાંસાના ૪૮ માં શ્લોકમાં સ્વામી સમંતભદ્રાચાર્ય કહે છે કે હે નાથ ! સમયે એક અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણ. એક સમયમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય આપના જ્ઞાનમાં આવ્યાં-એટલે સર્વ દ્રવ્યો જ્ઞાનમાં આવ્યાં અને કહ્યા તેથી આપ સર્વજ્ઞ છો એમ હું કહું છું. એક “ક” બોલે એમાં અસંખ્ય સમય જાય. એવા એક સમયમાં દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય ત્રણ જેણે જાણ્યાં તેણે આત્મા જાણ્યો, અને તેને સર્વ દ્રવ્યોનું જ્ઞાન થયું. તેથી તે સર્વજ્ઞ છે. ભાઈ ! આ તો ત્રણલોકના નાથ કેવળીએ એક સમયમાં જે જોયું અને જે કથનમાં આવ્યું એ અલૌકિક વાતો છે. અહીં કહે છે કે એક (આત્મા) ને ત્રણરૂપ પરિણમતો કહેવો તે વ્યવહાર થયો, અસત્યાર્થ પણ થયો તેથી તેને મેચક-મલિન કહ્યો છે. (કળશ ૧૭ ભાવાર્થ) અહાહા ! શું અર્થ કર્યો છે જયચંદ્ર પંડિતે ! પહેલાંના પંડિતો વસ્તુની જેવી સ્થિતિ છે તેવા અર્થ કરતા હતા. પણ હમણાં ઘણી ગરબડ થઈ ગઈ છે.
વ્યવહાર મોક્ષમાર્ગનું સેવન કરવું, રાગનું સેવન કરવું એ વાત તો છે નહિ. રાગનું શું સેવન કરવું? એનો તો અભાવ કરવો છે. પરંતુ ભગવાન જ્ઞાયકસ્વભાવી એક ચૈતન્યઘનસ્વરૂપ જે આત્મા તેની દષ્ટિ, જ્ઞાન અને ચારિત્ર એ નિશ્ચયથી પરમાર્થ છે. એ નિશ્ચયથી પરમાર્થ જે પર્યાય છે તેને અહીં વ્યવહાર કહીને મલિન કહી છે. પહેલાં એનું વિકલ્પમાં પણ યથાર્થ જ્ઞાન તો કરે, જ્યાં વ્યવહાર વિકલ્પવાળું જ્ઞાન પણ યથાર્થ નથી ત્યાં સત્યજ્ઞાન-સમ્યજ્ઞાન હોતું નથી.
- સાધુ પુરુષે ત્રણનું (દર્શન-જ્ઞાન-ચારિત્રનું) સેવન કરવું એમ વ્યવહારથી કહેવામાં આવ્યું છે, “પણ પરમાર્થથી જોવામાં આવે તો એ ત્રણેય એક આત્મા જ છેકારણ કે તેઓ અન્ય વસ્તુ નથી પણ આત્માની જ પર્યાયો છે.” ભાષા જુઓ. મોક્ષમાર્ગની પર્યાય (નિશ્ચયરત્નત્રયની પર્યાય) આત્માની પર્યાય છે, પરન્તુ વ્યવહારરત્નત્રયનો વિકલ્પ એ આત્માની પર્યાય નથી, અદભૂત છે. આ નિશ્ચયરત્નત્રય એ સદ્ભુત વ્યવહાર છે. બનારસીદાસ વિરચિત પરમાર્થવચનિકામાં કહ્યું છે કે “દ્રવ્ય નિષ્ક્રિય છે. સમ્યજ્ઞાન (સ્વસંવેદન) અને સ્વરૂપાચરણની કણિકા જાગે ત્યારે મોક્ષમાર્ગ સાચો. મોક્ષમાર્ગ સાધવો એ વ્યવહાર અને શુદ્ધ દ્રવ્ય અક્રિયારૂપ નિશ્ચય છે.” નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ સાધવો એ વ્યવહાર છે. પર્યાય છે ને? તેથી. “એ પ્રમાણે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ સમ્યગ્દષ્ટિ જાણે છે, પણ મૂઢ જીવ (અજ્ઞાની) જાણે નહિ અને માને પણ નહિ.”
હવે દષ્ટાંત આપે છે : “જેમ કોઈ દેવદત્ત નામના પુરુષનાં જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ દેવદત્તના સ્વભાવને ઉલ્લંઘતા નહિ હોવાથી (તેઓ) દેવદત્ત જ છે અન્ય વસ્તુ નથી. તેમ આત્મામાં પણ આત્માનાં જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ આત્માના સ્વભાવને ઉલ્લંઘતાં નહિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૬ ]
[ ૧૧
હોવાથી (તેઓ) આત્મા જ છે, અન્ય વસ્તુ નથી. માટે એમ સ્વયમેવ સિદ્ધ થાય છે કે એક આત્મા જ સેવન કરવા યોગ્ય છે.” મૂળ પાઠમાં (ગાથામાં) દર્શન, જ્ઞાન, ચારિત્ર લીધું છે, અહીં ટીકામાં જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ એમ લીધું છે કેમ કે જાણવામાં આવે ત્યારે પ્રતીતિ થાય છે. ગાથા ૧૭-૧૮માં આવે છે કે (આત્મા) વસ્તુ જ્ઞાનપર્યાયમાં પૂર્ણ, અખંડ જાણવામાં આવે તો જાણીને તેની યથાર્થ પ્રતીતિ કરે. વસ્તુ ખ્યાલમાં આવ્યા વિના પ્રતીતિ કોની ? વાહ! દિગમ્બર સંતોની કથની પણ કેવી રહસ્યમય! લોકો તો બહારમાં આમ કર્યું અને તેમ કર્યું, નગ્ન થઈ ગયા અને લુગડાં ફેરવ્યો એટલે માને કે થઈ ગયો મોક્ષમાર્ગ. પણ અહીં તો કહે છે કે-તેથી સ્વયં સિદ્ધ થાય છે કે એક આત્માનું જ સેવન કરવાથી ત્રણે પર્યાયરૂપ ભાવો પ્રગટ થાય છે. તેથી એક આત્મા જ સેવવા યોગ્ય છે. પહેલાં ત્રણેને વ્યવહારથી સેવવા યોગ્ય કહ્યા હતા–તે સમજાવવા માટે કહ્યા હતા. હવે કહે છે નિશ્ચયથી એક આત્મા જ સેવવા યોગ્ય છે, ત્રણ નહિ.
- છઠ્ઠી ગાથામાં પણ આવે છે કે પર તરફનું લક્ષ છોડી એક નિજ ત્રિકાળી જ્ઞાયકભાવની સેવા-ઉપાસના કરવી. જુઓ ટીકાના પહેલા ફકરાની છેલ્લી બે લીટીતેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી; તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે.” અહીં અન્ય દ્રવ્યના ભાવો એટલે દ્રવ્ય કર્મ અને દ્રવ્યકર્મના ઉદયાદિનું લક્ષ છોડી વર્તમાન પર્યાય એક ત્રિકાળી જ્ઞાયકભાવનું લક્ષ કરી તેમાં ઝૂકે તે ઉપાસના-સેવા છે. એ પર્યાયમાં શુદ્ધનો અનુભવ થાય છે કે વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે. એમ ને એમ જ શુદ્ધ છે, શુદ્ધ છે એવી વાત અહીં નથી. અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્ન એમ પાઠ છે ને? એટલે જ્યારે અન્ય દ્રવ્યોના ભાવોથી લક્ષ છૂટી જાય છે ત્યારે પોતાનામાં જે વિકારીભાવ હતા તેનું પણ લક્ષ છૂટી જાય છે. અહાહા! શું ટીકા છે? સમયસાર તો ભૂપ છે, ભૂપ; સર્વ આગમનો સાર.
ભગવાન આત્મા એ જ્ઞાયકરૂપ ચૈતન્યભાવ છે, અને શુભાશુભભાવ અચેતન છે. દયા, દાન, મહાવ્રતાદિભાવ અચેતન છે, એમાં ચૈતન્યના તેજનો અંશ નથી. જે જ્ઞાયકભાવ છે તે શુભાશુભભાવોના સ્વભાવે પરિણમતો નથી. (જ્ઞાયકભાવથી જડભાવરૂપ થતો નથી) જ્ઞાયક જ્ઞાયકરૂપે જ હંમેશાં રહે છે. જ્યારે જ્ઞાયકભાવ શુભાશુભભાવરૂપે કદીય થતો જ નથી તો પછી તે પ્રમત્ત કે અપ્રમત્ત કેવી રીતે થાય? ન જ થાય. તેથી તે પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી, એ અહીં કહ્યું કે ત્રિકાળી એક આત્મા જ સેવવા યોગ્ય છે. આ સમ્યક એકાન્ત છે. એક આત્મા સેવવા યોગ્ય છે અને બીજું કાંઈ (પર્યાય) સેવવા યોગ્ય નથી એ રીતે અનેકાન્ત છે, તે ભગવાનનો માર્ગ છે. પણ કથંચિત્ આત્માનું સેવન કરવું અને કથંચિત્ પર્યાયનું સેવન કરવું એમ કહ્યું નથી. તે અનેકાન્ત નથી પણ ફૂદડીવાદ છે.
જ્ઞાયકભાવ તો એકરૂપ છે. તે એકનું સેવન કરવાથી પર્યાય ત્રણ થઈ જાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
છે, અનેક સ્વભાવરૂપ થઈ જાય છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેયનો ભિન્ન ભિન્ન સ્વભાવ છે. દર્શનનો પ્રતીતિ-સ્વભાવ, જ્ઞાનનો જાણવારૂપ સ્વભાવ અને ચારિત્રનો શાંતિ અને વીતરાગતારૂપ સ્વભાવ છે. અહાહા! ભગવાન એકરૂપ જ્ઞાયકસ્વભાવી આત્માની સેવા કરવાથી અનેકરૂપ સ્વભાવપર્યાય ઉત્પન્ન થાય છે. આ અનેકરૂપ સ્વભાવપર્યાયની સેવા કરવી એ તો વ્યવહારથી ઉપદેશ આપ્યો છે. તેથી દષ્ટિમાં સેવવા યોગ્ય એક આત્મા જ છે એમ સિદ્ધ થાય છે. આ સોળમી ગાથા જાણે સોળવલું સોનું!
૧૪ મી ગાથામાં સમ્યગ્દર્શનની પ્રધાનતાથી કથન છે. ૧૫ મી ગાથામાં જ્ઞાનની પ્રધાનતાથી કહ્યું કે જ્ઞાનની અનુભૂતિ તે આત્માનુભૂતિ જ છે. અહીં કહે છે કે સમ્યગ્દર્શન એ આત્માનું, જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અને એમાં સ્થિરતા કરવી એ ચારિત્ર પણ આત્માનું. પણ એ ત્રણ પર્યાય થઈ, ભેદ થયો, ત્રણ પ્રકારનો સ્વભાવ થયો, જ્યારે ભગવાન આત્મા તો એકરૂપ જ્ઞાયકસ્વભાવી છે.
પ્રશ્ન:-તત્ત્વાર્થસૂત્રમાં એમ આવે છે કે-સભ્યતનજ્ઞાનવારિત્રાળ મોક્ષમાર્ગ: નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે.
ઉત્તર-એ નિશ્ચય છે, પણ એ પર્યાયનો નિશ્ચય છે. એ પર્યાયથી કથન છે તેથી વ્યવહારનયનું કથન છે. વસ્તુ એકરૂપ જ્ઞાયકભાવ એ નિશ્ચય છે. સમ્યગ્દર્શન છે તો નિશ્ચય પણ ભેદ પાડીને કથન કરવું એ વ્યવહાર છે, પ્રવચનસાર ગાથા ૨૪ર માં આવે છે કે- ભેદથી કથન કરવું એ વ્યવહાર છે અને અભેદથી નિશ્ચય. (ગાથા ૨૪૨ ટીકા, બીજો પેરેગ્રાફ) “તે (સંયતત્ત્વરૂપ અથવા શ્રમણ્યરૂપ મોક્ષમાર્ગ) ભેદીત્મક હોવાથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે” એમ પર્યાય પ્રધાન વ્યવહારનયથી તેનું પ્રજ્ઞાપન છે.” ગાથા ૨૪૨ પછીના શ્લોક ૧૬ માં આવે છે કે “એ પ્રમાણે પ્રતિપાદકના આશયને વશ, એક હોવા છતાં પણ અનેક થતો હોવાથી (અર્થાત્ અભેદ પ્રધાન નિશ્ચયનયથી એક એકાગ્રતારૂપ હોવા છતાં પણ કહેનારના અભિપ્રાય અનુસાર ભેદપ્રધાન વ્યવહારનયથી અનેકપણે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપપણે થતો હોવાથી) એક્તાને (એક લક્ષણપણાને) તેમ જ ત્રિલક્ષણપણાને પામેલો જે અપવર્ગનો માર્ગ....” જુઓ એકને પામેલો એ નિશ્ચય છે, ત્રણરૂપ પર્યાયને પામેલો તે વ્યવહાર છે. બન્નેને એકસાથે જાણવો એ પ્રમાણ છે.
અહો ! કુંદકુંદાચાર્યના શાસ્ત્રોમાં તો ઘણું ગૂઢ અને ગંભીર સત્યનું કથન આવે છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે શ્વેતાંબરની મોળાશ-ઢીલપને લઈને રસ ઢીલો પડી જાય છે
જ્યારે દિગંબરનાં તીવ્ર વચનોને લઈને રહસ્ય સમજી શકાય છે. આ તો શ્રીમદ્ મીઠાશથી કહ્યું છે. પંડિત શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકના પાંચમા અધિકારમાં સાફ સાફ ખુલાસો કર્યો છે કે શ્વેતાંબર અને સ્થાનકવાસી એ અજૈન છે, જૈન નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૬]
[ ૧૩
બધી (શાસ્ત્રોની) સાક્ષી અહીં પડી છે. આ તો જૈનધર્મવીતરાગનો માર્ગ છે. સર્વજ્ઞ વીતરાગદેવે ગણધર અને ઇન્દ્રોની વચ્ચે સમવસરણમાં જે દિવ્યધ્વનિ કરી હતી તે આ છે.
હવે ભાવાર્થમાં પંડિત જયચંદજી કહે છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે આત્માની જ પર્યાયો છે, કોઈ જુદી વસ્તુ નથી. તેથી સાધુ પુરુષોએ એક આત્માનું જ સેવન કરવું-એ નિશ્ચય છે. અને વ્યવહારથી અન્યને એ જ ઉપદેશ આપવો. ઉપદેશ એ વ્યવહાર વિકલ્પરૂપ છે.
હવે, એ જ અર્થનો કળશરૂપ શ્લોક કહે છે:
* કળશ ૧૬ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
પ્રમાણત:' પ્રમાણદષ્ટિથી જોઈએ તો “આત્મા” આ આત્મા “સમન' એકસાથે મેઘવ:' અનેક અવસ્થારૂપ એટલે પર્યાયના ભેદરૂપ મેચક પણ છે “ઘ' અને “સમેવ: 'િ એક અવસ્થારૂપ અભેદ અમેચક પણ છે. હવે એનો ખુલાસો કર્યો કે એને “દર્શન-જ્ઞાન-વારિત્ર: ત્રિવતિ' દર્શન-જ્ઞાન-ચારિત્રથી તો ત્રણપણું છે એ વ્યવહાર છે તથા “સ્વયમ પર્વત:' પોતાને પોતાથી એકપણું છે એ પરમાર્થ છે. એકત્વ એટલે એકરૂપ ત્રિકાળી સ્વભાવ એ એકપણું એ નિશ્ચય અને દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ ત્રણપણું-અનેકપણું એ વ્યવહાર. અહાહા ! શૈલી તો જુઓ. વસ્તુ જ્ઞાયકભાવ એકરૂપ સ્વભાવ, અખંડ જ્ઞાનનો પંજ-સર્વજ્ઞસ્વભાવી ચીજ છે. ભગવાન સર્વજ્ઞસ્વભાવી પદાર્થ એક સ્વભાવ વસ્તુ છે એની દષ્ટિ અને એકાગ્રતા એ નિશ્ચયથી એની સેવના છે અને દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ ભેદને સેવવા એમ કહેવું એ વ્યવહાર કથન છે. વ્યવહાર ભેદરૂપ હોવાથી તેને મલિન કહ્યો છે. એકરૂપ સ્વભાવ નિર્મળ છે અને અનેક સ્વભાવનેમલિન કહેવાનો વ્યવહાર છે.
* કળશ ૧૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
પ્રમાણદષ્ટિમાં ત્રિકાળસ્વરૂપ વસ્તુ દ્રવ્યપર્યાયરૂપ જોવામાં આવે છે, તેથી આત્મા પણ એકીસાથે એક-અનેકરૂપ દેખવો.” ત્રિકાળ દ્રવ્યપણે એક અને પર્યાયપણે અનેક; દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય એ અનેક અને આત્મા (દ્રવ્ય) એક. એ બન્નેને પ્રમાણથી એક સાથે દેખવું અને જાણવું એમ કહે છે. “સાધુ પુરુષે દર્શન, જ્ઞાન, ચારિત્રને સેવવાં’ એ વ્યવહારથી કથન છે, એ ભેદ કથન છે, મલિન છે, અનેક સ્વભાવરૂપ કથન છે, જાણવા લાયક છે. પણ એને પહેલાં આત્મા એકરૂપ છે, એક સ્વભાવી છે એવું જ્ઞાન થયું એમાં પર્યાય ત્રણ થઈ ગઈ. એકરૂપ દેખવો એ નિશ્ચય અને ત્રણરૂપ દેખવો એ વ્યવહાર છે. બન્નેને એકીસાથે દેખવો એ પ્રમાણ છે.
વસ્તુ જે છે એમાં પરની વાત જ નથી. શરીર, કર્મ, વાણી અને વિકલ્પની તો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
અહીં વાત જ નથી. ભગવાન શુદ્ધ ચૈતન્યઘન એક જ્ઞાયકભાવ જેને છઠ્ઠી ગાથામાં પ્રમત્તઅપ્રમત્ત પર્યાય વિનાનો એક જ્ઞાયકસ્વભાવ કહ્યો છે એને દેખવો એ તો નિશ્ચય થયો અને તેને ત્રણપણે પરિણમતો જાણવો એ વ્યવહાર થયો. બેયને એકીસાથે જાણવો એ પ્રમાણ થયું.
અહાહા! આશ્રયયોગ્ય આદરણીય તરીકે એક ત્રિકાળી (દ્રવ્ય) છે, અને જાણવાલાયક છે એ તો વ્યવહારનો વિષય જે ત્રણપણે પરિણમે છે તે (પર્યાય) છે. તેમાં પણ જે ત્રિકાળી નિશ્ચય એક છે તેને રાખીને બીજું પર્યાયનું જ્ઞાન (તેમાં) ભેળવ્યું તે પ્રમાણ છે. શું કહ્યું? ત્રિકાળ જ્ઞાયકભાવ એકરૂપ છે તે નિશ્ચય તથા તેની સાથે પર્યાયના ભેદનું જ્ઞાન કરવું તે વ્યવહાર. એ નિશ્ચય સાથે વ્યવહારનું જ્ઞાન થયું (ભેળવ્યું) તો પ્રમાણજ્ઞાન કહેવાય. પ્રમાણજ્ઞાનમાં સાથે વ્યવહાર આવ્યો માટે નિશ્ચય અંદર ભૂલાઈ ગયો એમ નથી. નિશ્ચય તો એકરૂપ છે જ. નિશ્ચય તો પ્રમાણમાં પહેલાં આવ્યો જ.
હવે નવવિવફા કહે છે:
* કળશ ૧૭ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
“વોfu' આત્મા એક છે, જ્ઞાયકસ્વભાવી વસ્તુ ભગવાન આત્મા તો એક જ છે તોપણ “વ્યવહારે' વ્યવહારદૃષ્ટિથી જોવામાં આવે તો “ત્રિરૂમાવતિ' ત્રણ સ્વભાવપણાને લીધે “મેવવ:' અનેકાકારરૂપ મેચક છે, “ર્શન-જ્ઞાન-વારિત્ર: ત્રિમ: પરિણતત્વત:' કારણ કે દર્શન જ્ઞાન અને ચારિત્ર-એ ત્રણ ભાવે પરિણમે છે.
ભગવાન આત્મા જ્ઞાયકવભાવરૂપ એક સ્વરૂપે જ છે. પણ તેમાં ત્રણ પ્રકારના (સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા) પરિણમનરૂપ વ્યવહારદષ્ટિથી જોઈએ તો અનેકાકાર છે, મેચક છે. સ્વભાવ ચિદાનંદ જે દષ્ટિનો-સમ્યગ્દર્શનનો વિષય છે તે તો એકરૂપ જ છે, તેના ત્રણ ભેદ પાડવા એ વ્યવહાર છે, શુભભાવરૂપ વ્યવહારની અહીં વાત જ નથી. એ તો સંસાર ખાતે છે.
અહાહા..! કહે છે કે આત્માને દ્રવ્યથી જુઓ તો આત્મા એક છે. વસ્તુ તરીકે જ્ઞાયકસ્વભાવ એક ચિઘન નિશ્ચયથી એક સ્વરૂપે જ છે. તોપણ વ્યવહારથી જોવામાં આવે તો સમ્યગ્દર્શન-પ્રતીતિ, સમ્યજ્ઞાન-અવબોધ-જાણવું અને સમ્યકચારિત્ર-સ્થિરતાવિશ્રામ લેવો એવા જે ત્રણ પ્રકાર છે એ મેચક છે. ત્રણ પ્રકાર જોવા એ મેલ છે. આકરી વાત છે. ભગવાન ! અત્યારે તો લોકો આ (શુભરાગ) ક્રિયા આદિ બહારની પ્રવૃત્તિ કરે છે પણ દર્શન-જ્ઞાન-ચારિત્રની તથા વસ્તુસ્થિતિની તો વાત જ જાણતા નથી. અંદર વસ્તુ જે જ્ઞાયક છે તે આત્મા છે અને (બહાર) આ શરીર, વાણી ઇત્યાદિ છે એ તો જડ માટીધૂળ છે; તે આત્મામાં નથી અને આત્માના નથી. કર્મ જે જડ છે તે આત્મામાં નથી અને આત્માનાં નથી. વળી પુણ્ય-પાપના ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા વગેરેના ભાવ તથા કામ, ક્રોધાદિ ભાવ એ પણ આત્મામાં નથી અને આત્માના નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૬]
[ ૧૫
હવે આત્મામાં રહ્યા અનંતગુણ. તે અનંતગુણસ્વરૂપ ભગવાન આત્મા એ પણ એકરૂપ છે. અને તેના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રણ પરિણામથી જુઓ તો એ વ્યવહાર છે. ત્રિકાળી એકરૂપ જુઓ તો નિશ્ચય છે, અને ત્રણરૂપ જુઓ તો વ્યવહાર છે. અભેદથી જુઓ તો અમેચક-નિર્મળ છે અને ભેદથી જુઓ તો મેચક-મલિન છે. એકરૂપ જુઓ તો એકાકાર છે અને ત્રણરૂપ પર્યાયથી જાઓ તો અનેકાકાર છે. આત્માને ગુણગુણીના ભેદથી જુઓ તો એ અનેકાકાર છે, વ્યવહાર છે, મલિન છે, આશ્રય કરવા લાયક નથી. ત્રણ પ્રકારના દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણામ પણ આશ્રય કરવા લાયક નથી.
અહો....! આત્મા એકસ્વરૂપી, જ્ઞાયક ચિઘન ચૈતન્યસ્વભાવનો ભંડાર સૂર્ય એ એકરૂપ નિશ્ચયનયનો વિષય છે. તે એકરૂપ અભેદ નિર્મળ છે તોપણ એની દર્શન-જ્ઞાનચારિત્રની પરિણતિ જાઓ તો વ્યવહારથી દ્વન્દ્ર છે, ત્રણ સ્વભાવરૂપ છે. એકરૂપ સ્વભાવ ત્રણ સ્વભાવરૂપ થયો એ વ્યવહાર છે. અહીં શુભરાગ એ વ્યવહાર તે વાત નથી.
પુણ્ય-પાપ અધિકાર ગાથા ૧૪૫ માં કહ્યું છે:
છે કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભકર્મને ! તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે ?
શુભ-પુણ્યનું ભલું કેમ કહીએ કે જે સંસારમાં દાખલ કરે? એ ભલું નથી, સારું નથી, (આદરણીય નથી) કેમકે શુભભાવ એ સંસાર છે, મલિન છે. નિશ્ચયથી તો પુણ્યના ભાવને પાપ કહેલ છે. યોગીન્દુદેવકૃત યોગસાર ગાથા ૭૧ માં કહ્યું છે કે
પાપરૂપને પાપ તો જાણે જગ સહુ કોઈ, પુણ્યતત્ત્વ પણ પાપ છે કહે અનુભવી બુધ કોઈ.
અનુભવી સમ્યગ્દષ્ટિ તો પુણ્યને પણ પાપ કહે છે. અહીં આચાર્ય મહારાજ કહે છે કે નિશ્ચયનયની અપેક્ષાએ વ્યવહારરત્નત્રય (પુણ્યભાવ) એ પાપ છે, રાગ છે, મલિન છે, બંધ છે, સંસાર છે. અહાહા....! આકરી વાત, બાપા! વીતરાગનો માર્ગ વીતરાગભાવથી ઉત્પન્ન થાય છે, રાગથી ઉત્પન્ન થતો નથી.
સમયસાર પુણ્ય-પાપ અધિકારમાં જયસેનાચાર્યની ટીકા ગાથા ૧૬૩ માં આવે છે. કે -
[ (ગાથા ૧૫૪ સુધી પુણ્ય અધિકાર પૂરો કરી ગાથા ૧૫૫ થી પાપ અધિકાર શરૂ થાય છે. ત્યાં) શિષ્યનો પ્રશ્ન છે કે જીવાદિનું શ્રદ્ધાન ઇત્યાદિ વ્યવહારરત્નત્રયનું વ્યાખ્યાન પાપ અધિકારમાં કેમ લીધું? તેના ઉત્તરમાં ખુલાસો કરે છે -
જોકે વ્યવહાર મોક્ષમાર્ગ (દવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા આદિ તથા પંચમહાવ્રતના પરિણામ)ને ઉપાદેયભૂત નિશ્ચયરત્નત્રયનું વ્યવહારથી કારણ કહેવામાં આવ્યું તથા તેને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
પરંપરાએ જીવની પવિત્રતાનું કારણ હોવાથી (વ્યવહારે) પવિત્ર કહેવામાં આવેલ છે તોપણ એકસ્વરૂપ ભગવાન આત્માના અવલંબનને છોડીને રાગનું અવલંબન લે છે માટે પુણ્ય એ પણ પરમાર્થે પાપ જ છે. તેનું એક કારણઃ-શુભ પરિણામનું પરદ્રવ્યના આલંબનરૂપ પરાધીનપણું છે. બીજું કારણ –નિર્વિકલ્પ સમાધિમાં લીન (યોગીઓને) આત્મસ્વરૂપમાંથી પડવામાં વ્યવહાર વિકલ્પોનું આલંબન (ગુણ-ગુણીના ભેદરૂપ આત્મસ્વરૂપનું ચિંતવન અથવા દ્રવ્ય-ગુણ-પર્યાયનું ભેદરૂપ ચિંતવન) કારણ છે. વ્યવહારરત્નત્રયનો વિકલ્પ આવ્યો એટલે નિશ્ચયરત્નત્રયથી પડી ગયો. આ રીતે નિશ્ચયનયની અપેક્ષાએ પુણ્ય એ પાપ છે. એટલે વ્યવહારથી જેને પુણ્ય કહેવાય છે તે નિશ્ચયથી (ખરેખર) પાપ છે. ] [ જયસેનાચાર્યની ગાથા ૧૬૩ ની ટીકા.]
અહીં કહે છે કે આત્મા એક છે તોપણ વ્યવહારદષ્ટિથી દેખવામાં આવે તો ત્રણ સ્વભાવપણાને લીધે અનેકાકારરૂપ છે, મેચક છે. આવો વીતરાગ માર્ગ લોકોને સાંભળવા પણ મળતો નથી. અરેરે! અનાદિથી જીવ સમ્યક્ પ્રતીતિ વિના, અનુભવ વિના ચાર ગતિમાં રખડે છે.
ભગવાન અમૃતચંદ્રાચાર્યનો આ મૂળ શ્લોક છે. તેઓ મુનિ હતા. પંચ પરમેષ્ઠી છે ને? તે પંચપરમેષ્ઠીમાં આચાર્ય ભગવાન થઈ ગયા !!
* કળશ ૧૭ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
જયચંદ પંડિતે પણ ભાવાર્થ કેવો (સરસ) લીધો છે. જાઓ:-“શુદ્ધદ્રવ્યાર્થિકનયે આત્મા એક છે.” શુદ્ધ દ્રવ્ય જેનું અર્થ એટલે પ્રયોજન છે એ શુદ્ધદ્રવ્યાર્થિકાય. “શુદ્ધ” એટલે ત્રિકાળ પવિત્ર અને “દ્રવ્ય” એટલે ત્રિકાળી અંખડ વસ્તુ અને “આર્થિક' એટલે પ્રયોજન જેનું છે તે-તે શુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્મા એક છે; જે સમ્યગ્દર્શનનો વિષય છે, તેને શુદ્ધદ્રવ્યાર્થિકનય બતાવે છે.
- હવે કહે છે કે “આ નયને પ્રધાન કરી આત્માને અભેદ એકરૂપ કહેવામાં આવે ત્યારે પર્યાયાર્થિકનય ગૌણ થયો. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની વીતરાગી પરિણતિ એ પર્યાય હોવાથી ગૌણ થઈ. વ્યવહારરત્નત્રયની તો અહીં વાત જ નથી, એ તો બંધનું કારણ છે. પણ અહીં તો ભગવાન આત્મા જે ત્રિકાળ શુદ્ધ એકસ્વરૂપી છે તેની જ્ઞાનચારિત્રની નિર્મળ પર્યાય જે સાચો મોક્ષમાર્ગ તે પણ પર્યાયાર્થિકનયનો વિષય હોવાથી ગૌણ થાય છે, અભાવ નહીં. અહાહા! શરીર, મન, વાણી તો એક બાજા રહ્યા કેમકે એ તો જડ ધૂળ છે; પુણ્ય-પાપના ભાવ પણ એક બાજુ રહ્યા કેમકે એ મલિન છે; સંસાર છે; પણ અહીં તો જે ત્રિકાળી ભગવાન એકરૂપ પ્રભુ તેનાં પ્રતીતિ, જ્ઞાન અને ચારિત્ર-સાચા હો-(શુદ્ધ રત્નત્રય) તેમને પણ જે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય એકરૂપ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
ગાથા-૧૬ ]
ત્રિકાળી સ્વભાવ છે તેની અપેક્ષાઓ, પર્યાય હોવાથી પર્યાયાર્થિકનયનો-વ્યવહારનયનો વિષય હોવાથી મેચક-મલિન કહ્યાં છે.
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસારમાં ૪૬ મા અશુદ્ઘનયમાં એમ કહ્યું કે વસ્તુને પર્યાયથી જાણે એ અશુદ્ઘનય છે. જેમ માટીને વાસણની પર્યાયથી જોવી એ અશુદ્ધનય છે અને માટીને માટીરૂપે જોવી એ શુદ્ઘનય છે; તેમ ભગવાન આત્માને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાયથી જોવો એ અશુદ્ધ છે. એને અહીં મલિન, વ્યવહાર અને અનેકાકાર કહેલ છે, કારણ કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર-ત્રણેનો સ્વભાવ જુદો જુદો છે અને ભગવાન આત્માનો સ્વભાવ એકરૂપ છે. અહાહા! આ તો વીતરાગ માર્ગ છે, બાપુ! જેને (વાણીને ) ઇન્દ્રો અને ગણધરો સાંભળે અને જે વાણી અંતરમાં આત્માને બતાવે તે કેવી હોય ? ( અદ્દભુત અસાધારણ હોય) ભાઈ! અહીં ભગવાનની એ વાણીની આ વાત છે કે વસ્તુ એક જ્ઞાયક-જ્ઞાયક-જ્ઞાયકમાત્ર એકસ્વભાવી છે તેને એકસ્વભાવીની દૃષ્ટિથી જુઓ તો એ નિશ્ચય છે, એકસ્વભાવી છે, નિર્મળ છે, અભેદ છે. એ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ છે. અને તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિથી જુઓ તો એ અનેકાકાર છે, મલિન છે, ભેદ છે, વ્યવહાર છે.
હવે કહે છે–‘તેથી એકને ત્રણરૂપ પરિણમતો કહેવો તે વ્યવહાર થયો, અસત્યાર્થ પણ થયો.’ કેમકે ૧૧મી ગાથામાં ત્રિકાળી જ્ઞાયકને સત્યાર્થ કહ્યો છે. ૧૧ મી ગાથા તો
k
જૈનદર્શનનો પ્રાણ છે. “ વવહારોભૂયત્નો...” પર્યાયમાત્ર અસત્યાર્થ છે. વળી કેટલાક એમ કહે છે કે અમૃતાર્થને અસત્યાર્થ ન કહો, “જયસેનાચાર્યે પણ અભૂતનો અર્થ અસત્યાર્થ કર્યો છે. અરે ! માણસ પોતાની દૃષ્ટિ પોષવા માટે સારાય શાસ્ત્રના અર્થ બદલી નાખે છે. પરંતુ વસ્તુ તો જેવી છે તેવી જ રહેશે. ભલે તમે બદલાઈ જાઓ, પણ વસ્તુ નહિ બદલાઈ જાય. આચાર્ય ભગવાન કહે છે કે (૧૧ મી ગાથામાં ) “ભૂયો વેસિવો જુ સુદ્ધળો” ત્રિકાળી એકરૂપ ચીજ તે સત્યાર્થ છે. તેને ત્રણરૂપ પરિણમન કરતો કહેવો એ વ્યવહાર થયો. એ ત્રિકાળીની અપેક્ષાએ ત્રિકાળ ટક્તી ચીજ નથી તેથી ગૌણ કરીને અસત્યાર્થ કહેવામાં આવ્યો છે.
แ
[ ૧૭
સમયસાર કળશટીકાકાર પંડિત રાજમલજી પાંડેએ ૧૬ મા કળશમાં લીધું છે આત્મા મેવ: ( આત્મા ) ચેતન દ્રવ્ય (મેચક) મલિન છે. કોની અપેક્ષાએ મલિન છે? વર્શન-જ્ઞાન-વારિત્રજિત્વાર્ સામાન્યપણે અર્થગ્રાહકશક્તિનું નામ દર્શન છે, વિશેષપણે અર્થ-ગ્રાહકશક્તિનું નામ જ્ઞાન છે અને શુદ્ધત્વશક્તિનું નામ ચારિત્ર છે-આમ શક્તિભેદ કરતાં એક જીવ ત્રણ પ્રકારે થાય છે, તેથી મલિન કહેવાનો વ્યવહાર છે.”
પંડિત બનારસીદાસે પંડિત રાજમલજી પાંડેની કળશટીકા ઉ૫૨થી સમયસાર
નાટક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
બનાવ્યું છે. તેમાં ૧૯ મો શ્લોક હવે આવશે. તેના ઉપરથી (જીવદ્વાર) ૨૦ મા છંદમાં કહ્યું છે કે:
એક દેખિયે જાનિયે, રમિ રહિયે ઇક ઠૌર;
સમલ વિમલ ન વિચારિયે, યહે સિદ્ધિ નહિ ઔર.” (એક દેખિયે જાનિયે) એટલે એક વસ્તુ ત્રિકાળ ભગવાન પૂર્ણાનંદને અવલોકવો, તે એકને જાણવો, (રમિ રહિયે ઇક ઠૌર) અને તે એક સ્થાનમાં રમણતા કરવી. (સમલ વિમલ ન વિચારિયે) નિશ્ચયથી અભેદ અને વ્યવહારથી ભેદ એવો વિકલ્પ કરવો નહીં. (યહૈ સિદ્ધિ નહિ ઔર) આ મુક્તિના ઉપાયની રીત છે. બીજી કોઈ રીત નથી. હજુ તો જ્ઞાનનાં ઠેકાણાં ન મળે તેને શ્રદ્ધા અને જ્ઞાન સમ્યક કયાંથી થાય?
હવે પરમાર્થ નયથી કહે છે:
* કળશ ૧૮: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * અહાહા ! શું કળશ! અમૃતથી ભરેલો છે. અમૃતચંદ્રાચાર્ય 1000 વર્ષ પહેલાં થયા અને તેના ૧OOO વર્ષ પહેલાં એટલે આજથી ૨OO૦ વર્ષ પહેલાં કુંદકુંદાચાર્ય થયા. મદ્રાસની આ બાજુ ૮૦ માઈલ દૂર વદેવાસ ગામ છે. ૧૦, ૦૦૦ ની વસ્તીવાળું છે. ત્યાંથી પાંચ માઈલ દૂર પોનૂર હીલ નામની ટેકરી છે. ત્યાં કુંદકુંદાચાર્ય રહેતા હતા. તેઓ આત્માનુભવી ભાવલિંગી મુનિ હતા. ત્યાંથી પૂર્વ વિદેહક્ષેત્રમાં સીમંધર ભગવાન પાસે ગયા હતા. અને ત્યાંથી આવીને આ શાસ્ત્રો રચ્યાં છે. આ સાક્ષાત્ ભગવાનની વાણી છે. ભાઈ ! આ વાણી બીજે ક્યાંય નથી. એની (સમયસાર શાસ્ત્રની) ટીકા કરનાર અમૃતચંદ્રાચાર્ય 1000 વર્ષ પછી પાકયા. તે ભાવલિંગી દિગંબર સંત મુનિ હતા. જાણે ચાલતા સિદ્ધ! અંતર-આનંદનો ઢગલો! અંદર અતીન્દ્રિય આનંદનો પ્રવાહ વહેતો હતો. તેમણે આ ટીકા બનાવી છે.
કહે છે:-“પરમાર્થેન તુ' શુદ્ધ એક અભેદ આત્મા જેનો વિષય છે એવા શુદ્ધ નિશ્ચયનયથી જોવામાં આવે તો “વ્યmજ્ઞાતૃત્વ-જ્યોતિષા” પ્રગટ જ્ઞાયક્લાજ્યોતિમાત્રથી “®p:' આત્મા એકસ્વરૂપ છે. જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન એ જ્ઞાનસૂર્ય ચૈતન્યની ઝળહળ
જ્યોતિ છે. અહાહા! ભાષા જુઓ. આત્મા પ્રગટ જ્ઞાયક્તા જ્યોતિમાત્ર છે. અહીં “વ્યક્ત' શબ્દ છે ને? ભગવાન આત્માને વ્યક્ત-પ્રગટ કહ્યો છે. ૪૯ મી ગાથામાં ભગવાન આત્માને અવ્યક્ત કહ્યો છે. ત્યાં તો પર્યાયને વ્યક્ત કહી એ અપેક્ષાએ ત્રિકાળીને અવ્યક્ત કહ્યો, પરંતુ અહીં ત્રિકાળી વસ્તુ વ્યક્ત-પ્રગટ જ છે એમ કહે છે.
ત્યાં ગાથા ૪૯ માં અવ્યક્ત કહ્યો. અહીં કહે છે કે આત્મા પ્રગટ-વ્યક્ત છે. વસ્તુ પ્રગટ ચૈતન્યજ્યોત છે. પ્રગટ કેવી છે? તો જ્ઞાયક્તા જ્યોતિમાત્ર એટલે ચૈતન્ય જ્ઞાયકસ્વભાવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૬ ]
[ ૧૯
જ્યોતિ છે. હવે “ વ:' એટલે એકસ્વરૂપ “વ પવ” એક જ એમ અર્થ કર્યો છે, ત્રિકાળી વસ્તુ એકરૂપ છે. તે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય છે. વળી એ જ સમ્યગ્દર્શનનો વિષય છે. વિષય કરનારી તો પર્યાય છે, પણ તેનો વિષય એકરૂપ છે. ધ્યેય તો ત્રિકાળ વસ્તુ એકરૂપ છે.
- હવે કહે છે-“સર્વ ભાવાત્તર ધ્વસિ-રૂમાવતિ' “કારણ કે શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી અન્ય દ્રવ્યના સ્વભાવો તથા અન્યના નિમિત્તથી થતા વિભાવોને દૂર કરવારૂપ તેનો સ્વભાવ છે.” શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી ત્રિકાળી જ જ્ઞાયકસ્વભાવ, તેનાં દષ્ટિ અને જ્ઞાન કરવાથી અન્ય દ્રવ્યના સ્વભાવો-શરીર, મન, વાણી અને અન્યના નિમિત્તથી થતા વિભાવો-પુણ્ય પાપના ભાવોને દૂર કરવાનો તેનો સ્વભાવ છે. આ વ્યવહારથી કથન છે. નિશ્ચયથી તો શુદ્ધ ચૈતન્યઘન સ્વભાવનાં પ્રતીતિ, જ્ઞાન અને એકાગ્રતા થતાં વિભાવ ઉત્પન્ન જ થતો નથી એટલે વિભાવનો નાશ કરે છે એમ કહેવામાં આવ્યું છે. ત્રિકાળી જ્ઞાયક એકરૂપ ભાવમાં અન્ય દ્રવ્યોનો અભાવ છે તથા વિભાવનો અભાવ કરવાની તાકાત છે. ભાવાન્તર એટલે જ્ઞાયકભાવથી અન્યભાવો-વિભાવોનો ધ્વંસ કહેતાં નાશ કરવાનો એનો સ્વભાવ છે.
જ્ઞાયકભાવનો વિભાવને ઉત્પન્ન કરવાનો તો સ્વભાવ નથી કારણ કે તેમાં એવો કોઈ ગુણ નથી કે જે વિકાર ઉત્પન્ન કરે. જો વિકાર ઉત્પન્ન કરે એવી કોઈ શક્તિ હોય તો વિકારનો નાશ થઈ સિદ્ધપણું થઈ શકે નહિ. ૩૪ મી ગાથામાં આવે છે કે “આત્મા રાગનો નાશ કરનારો છે” એ પણ યથાર્થ નથી, કથનમાત્ર છે. પરમાર્થ રાગના ત્યાગનું ર્તાપણું આત્માને નથી, પોતે તો જ્ઞાનસ્વભાવ છે. ૩૨૦ મી ગાથામાં પણ આવે છે કે જ્ઞાયકભાવ કર્મોદય, નિર્જરા, બંધ અને મોક્ષને જાણે છે, પણ કરતો નથી. કેમ?
મમેવવ:” તે અમેચક છે-શુદ્ધ એકાકાર છે. ત્રિકાળી ચૈતન્યસ્વભાવ રાગ ઉત્પન્ન કરે કે રાગની રક્ષા કરે એવો તેનો સ્વભાવ જ નથી, તેથી અમેચક છે. ભેદદષ્ટિને ગૌણ કરીને અભેદદષ્ટિથી જુએ તો આત્મા એકાકાર-એકરૂપ જ છે, એ જ અમેચક છે, એ જ નિર્મળ છે. એ જ પવિત્ર ભગવાન આત્મા એકરૂપ છે. આવી દષ્ટિ કરે તો સમ્યગ્દર્શન થાય છે.
આત્માને પ્રમાણ-નયથી મેચક, અમેચક કહ્યો, તે ચિંતાને મટાડી જેમ સાધ્યની સિદ્ધિ થાય તેમ કરવું એમ હવે કહે છે:
* કળશ ૧૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * “ભાભન: મેવાવરુત્વયો:” “આ આત્મા મેચક છે-ભેદરૂપ અનેકાકાર છે તથા અમેચક છે-અભેદરૂપ એકાકાર છે.' શું કહે છે? કે આત્મા અખંડ જ્ઞાયકભાવ એકરૂપ વસ્તુ એ તો નિશ્ચયદષ્ટિ છે અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું પર્યાયમાં નિર્વિકારી પરિણમન થવું એ વ્યવહારનયનો વિષય છે. વ્યવહારરત્નત્રયની (મહાવ્રતાદિ શુભરાગની) વાત અહીં છે જ નહીં. એ પ્રમાણે આત્મા મેચક-અમેચક કહ્યો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
અહીં પહેલાં તો એમ કહ્યું કે એકરૂપ વસ્તુ જે જ્ઞાયકભાવ એની સેવા કરવી એટલે કે એક આત્માને સેવવો એ નિશ્ચય અને શુદ્ધ રત્નત્રયરૂપ પર્યાયને સેવવી (એમ કહેવું ) એ વ્યવહાર છે. આત્મા મેચક છે એવો જે વિકલ્પ ક્નકર્મ અધિકારમાં ૧૪૨ ગાથા પછી ૨૦ કળશોમાં (૭૦ થી ૮૯) જે કહ્યું કે આત્મા નિશ્ચયનયથી (એટલે ત્રિકાળી શક્તિરૂપે) અબદ્ધ છે, શુદ્ધ છે, એક છે, પવિત્ર છે, અભેદ છે-એ વસ્તુ તો એમ જ છે, પણ અબદ્ધ-શુદ્ધ.. ..ઇત્યાદિ છે એવો જે વિકલ્પ-તે વિકલ્પ કરવો એ વાત અહીં નથી લીધી પણ એનો વિકલ્પ છોડવો એમ અહીં કહે છે. એટલે વિકલ્પ છૂટતાં અભેદરૂપ શુદ્ધ પરિણમન થવું એ નિર્વિકલ્પ પરિણમનની વાત છે; તેને અહીં વ્યવહાર કહ્યો છે.
આત્મા અમેચક કહ્યો છે. એ નિર્મળપણાને, અભેદપણાને, એકપણાને, શુદ્ધપણાને નિર્મળ (અમેચક) કહ્યો છે. એ વિકલ્પ વિનાની નિર્મળતાની વાત કરી. અને પર્યાયમાં જે નિશ્ચય મોક્ષમાર્ગનું ત્રણપણે પરિણમન-એમાં એક પ્રતીતિરૂપભાવ, એક જાણવારૂપભાવ, એક સ્થિરતારૂપભાવ-એમ ત્રણ સ્વભાવ ભિન્ન કહ્યા, ત્રણ થયા એટલે અનેકાકાર થયા. તેથી એ અશુદ્ધ કહેવામાં આવે છે. ત્રણપણાનું લક્ષ કરવું એ અશુદ્ધતા છે, અને ત્રિકાળી એકાકારનું લક્ષ કરવું એનું નામ શુદ્ધતા છે.
અહીં તો લોકોમાં હજી બધા વાંધા વ્યવહાર (શુભરાગરૂપ દયા, દાન, ભક્તિ, વ્રતાદિ)ના પડ્યા છે. એને સાધન કહો, નહીં તો એકાંત થઈ જાય છે એમ કેટલાક કહે છે. ભાઈ, એ સાધન તો અસદભૂત વ્યવહારનયથી કહ્યું છે. શું કહ્યું એ? કે “નિશ્ચય સાધ્ય અને વ્યવહાર સાધક” એમ પણ પંચાસ્તિકાય ગાથા ૧૭ર માં આવે છે. ત્યાં તો પ્રજ્ઞા-છીણીથી રાગને અને આત્માને ભિન્ન પાડી અને પ્રજ્ઞાછીણી દ્વારા જેણે ભગવાન આત્માને સાધકપણે પરિણમાવ્યો તેને તે કાળે રાગની મંદતા કેવી હોય એ બતાવવા એને વ્યવહાર સાધનનો આરોપ આપ્યો છે. સમજાણું કાંઈ? સાધનનું કથન બે પ્રકારે છે, સાધન બે પ્રકારે નથી. મોક્ષમાર્ગનું નિરૂપણ (કથન) બે પ્રકારે છે, પણ નિશ્ચય અને વ્યવહાર એમ બે મોક્ષમાર્ગ નથી.
એ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિશ્ચય મોક્ષમાર્ગનું સાચું પરિણમન જે સત્ય વ્યવહાર છે તેની અહીં વાત છે. વસ્તુ આત્મા નિર્મળ એકાકાર તેને ત્રણરૂપે-એક પ્રતીતિરૂપે, એક જાણવારૂપે અને એક સ્થિરતારૂપે-એમ ત્રણસ્વભાવપણે કહેવો એ મેચક છે અને વસ્તુ એકસ્વભાવ અમેચક છે. આમ આત્માને મેચક-અમેચક કહ્યો ખરો તથા અમેચકને શુદ્ધ આદરણીય કહ્યો છે. પણ હવે કહે છે આ વસ્તુ) અમેચક નિર્મળ શુદ્ધ છે અને આ પર્યાય-ભેદ મેચક-મલિન છે એવો વિકલ્પ છોડી દે. રાજમલજીએ કળશટીકામાં એમ લીધું છે કે “શ્રુતજ્ઞાનથી આત્મસ્વરૂપ વિચારતાં ઘણા વિકલ્પો ઊપજે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૬ ]
[ ૨૧
છે.” આગળ પાછું ગાથા ૧૪૩ ની જેમ કળશટીકામાં લીધું કે-“એક પક્ષથી વિચારતાં આત્મા અનેકરૂપ છે, બીજા પક્ષથી વિચારતાં આત્મા અભેદરૂપ છે-આમ વિચારતાં થકાં તો સ્વરૂપ અનુભવ નથી.” એટલે હવે અહીં કહે છે કે આત્મા મેચક છે, અમેચક છે એવી ‘વિંતયા ત્ત્વ અત્તમ્' ચિંતાથી બસ થાઓ. બનારસીદાસકૃત સમયસાર નાટકમાં આ ૧૯ મા કળશના હિંદીમાં “એક દેખિયે જાનિયે......” છંદમાં આ વાત ગઈ કાલે ૧૮ મા કળશના પ્રવચનમાં આવી ગઈ છે. આ દ્રવ્યસ્વભાવ અને આ પર્યાયસ્વભાવ, આ અમેચક અને આ મેચક, આ શુદ્ધ અને આ અશુદ્ધ, આ અભેદ અને આ ભેદરૂપ એવા વિકલ્પો કરવા છોડી દે. આવા વિકલ્પમાં રહેવાથી કાંઈ આત્મજ્ઞાન નહીં થાય, અનુભવ નહીં થાય. અનુભવમાં એ વિકલ્પને કાંઈ અવકાશ નથી. માટે એવી ચિંતાથી બસ થાઓ.
66
હવે કહે છે કે ‘ સાધ્ય-સિદ્ધિ: ' સાધ્ય નામ મોક્ષની પર્યાયને સાધવી, તેની સિદ્ધિ તો ‘વર્ણનજ્ઞાનવરિત્રે:' દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ છે. આ તો ત્રણ ભેદથી સમજાવ્યું છે. બાકી આશ્રય તો એકનો જ કરવાનો છે. ત્રણનું સેવન એમ નથી, સેવન તો એક આત્માનું જ છે. પાઠમાં (૧૬ મી ગાથામાં ) તો એમ છે કે વંસળળળળવરિત્તાળિ સેવિવાળિ” એટલે પર્યાયની સેવા કરવી. એ તો વ્યવહારી લોકો પર્યાયના ભેદથી સમજે છે તેથી અહીં દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદથી સમજાવ્યું છે. સેવના ત્રણની નથી, સેવના એકની (અખંડ એકરૂપ જ્ઞાયકની) છે. અહાહા! આવો માર્ગ! સમજાય છે કાંઈ ? દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણથી જ સિદ્ધિ છે. જોયું? ત્રણ ભાવ કહ્યા ને? બીજી રીતે નથી. એમાં અનેરા દ્રવ્યોને સારો નથી, એક સ્વદ્રવ્યનો જ સહારો છે. એમાં ત્રણ ભેદ પડયા, પણ પરદ્રવ્યનો કોઈ સહારો નથી. દેવ-શાસ્ત્ર-ગુરુની મદદ કે ભક્તિનો વિકલ્પ એ સહારો મોક્ષમાર્ગમાં છે જ નહિ. આવો અર્થ, ભારે કઠણ પડે માણસને, પણ શું થાય? ‘ન હૈં અન્યથા' આ અનેકાન્ત કર્યું. આનાથી થાય અને આનાથી પણ થાય એમ અનેકાન્ત નથી. પણ વસ્તુસ્વરૂપ જે છે તેની સેવના કરતાં એ ત્રણ પર્યાય ઉત્પન્ન થાય છે. એને ભેદથી સમજાવ્યું કે ત્રણની સેવા કરવી, એનાથી સિદ્ધિ છે, બીજી રીતે સિદ્ધિ નથી. અને એનો સરવાળો તો એ જ છે કે એકાકાર આત્માની સેવા કરવી.
* કળશ ૧૯ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
.
૧૬, ૧૭, ૧૮ આ ત્રણ કળશો બહુ ઊંચા હતા. કાલે ઘણી વાત આવી ગઈ હતી. હવે આજે અહીં ભાવાર્થમાં કહે છે કે ‘આ આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત્ પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય છે.' સાધ્ય છે, ધ્યેય નહીં. ધ્યેય તો ત્રિકાળી એકરૂપ જ્ઞાયકભાવ છે. અહીં પ્રગટ કરવાની અપેક્ષાએ કેવળજ્ઞાનની મોક્ષપર્યાયને સાધ્ય કહી. સાક્ષાત્ પ્રાપ્તિ એટલે આત્માની ઉપલબ્ધિ. જેવા સ્વભાવે આત્મા છે તેવા (પરિપૂર્ણ) સ્વભાવની પર્યાયમાં પ્રાપ્તિ તે આત્મોપલબ્ધિ છે, એ મોક્ષ છે, સાધ્ય છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
રર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
આત્મા મેચક છે કે અમેચક છે-એટલે કે ત્રણ પર્યાયરૂપે પરિણમેલો છે કે એકરૂપ છે એવા વિચારો જ કર્યા કરવાથી સાધ્ય સિદ્ધ થતું નથી. આત્મા પર્યાયમાં ત્રણ પ્રકારે પરિણમેલો છે એવા ભેદરૂપ વિચારો અનેકાકારપણું છે, અશુદ્ધપણું છે. અને ત્રિકાળી વસ્તુ અભેદ છે, એકસ્વભાવી છે, અમેચક છે, નિર્મળ-શુદ્ધ છે એવો વિચાર પણ ભેદવિકલ્પ છે. તેથી એવા વિચારમાત્ર કર્યા કરવાથી સાધ્ય સિદ્ધ થતું નથી. એટલે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ અર્થાત્ જેવો આત્મા છે તેવી પર્યાયમાં ઉપલબ્ધિ-પ્રાપ્તિ આવા વિચારોથી થતી નથી. પરંતુ દર્શન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું અવલોકન અને પ્રતીતિ (બન્ને ભાવ), જ્ઞાન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું, અને ચારિત્ર અર્થાત્ શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા-તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે.
| દર્શન એટલે ત્રિકાળી શુદ્ધ સ્વભાવનું અવલોકન. એમાં શ્રદ્ધા અને દેખવું બને ભાવ આવ્યા. જ્ઞાન એટલે શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું. એમાં સંવેદનશાનની વાત છે. સ્વ કહેતાં પોતાથી, સમ્ નામ પ્રત્યક્ષ વેદન. સ્વસંવેદન એટલે પોતાથી પોતાને પ્રત્યક્ષ વેદવું. એનું જ નામ સમ્યજ્ઞાન છે. શાસ્ત્રજ્ઞાન અને બીજા (બાહ્ય) જ્ઞાનની અહીં વાત નથી. વ્યવહારજ્ઞાન, શાસ્ત્રનું વિકલ્પવાળું બહારનું જ્ઞાન એ કાંઈ સમ્યજ્ઞાન નથી. ફક્ત ભગવાન આત્મા શુદ્ધ એકસ્વભાવી છે તેનું પર્યાયમાં સંવેદન એનું નામ સમ્યજ્ઞાન છે. અને ચારિત્ર? કહ્યું છે ને કે “એક દેખિયે જાનિયે રમિ રહિયે ઇક ઠૌર”–ઠૌર એટલે સ્થાન. જે વસ્તુ અખંડ અભેદ છે એને દેખવી, જાણવી અને એમાં જ વિશ્રામ લેવો. અહાહા ! શુદ્ધ સ્વભાવમાં ધ્રુવ, ધ્રુવ ધામમાં સ્થિરતા-વિશ્રામ-વિશ્રામ-વિશ્રામ તે ચારિત્ર છે. તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. જુઓ “જ” શબ્દ લીધો છે. આનાથી થાય અને વ્યવહારથી પણ થાય એમ અહીં ના લીધું. એકાન્ત કહ્યું કે તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે.
હવે કહે છે કે-આ જ મોક્ષમાર્ગ છે. ત્રિકાળી ભગવાન એકરૂપસ્વભાવનાં દૃષ્ટિ, જ્ઞાન અને એમાં રમણતા તે એક જ મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ બે નથી. પંડિત શ્રી ટોડરમલજીએ કહ્યું છે કે મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે છે, મોક્ષમાર્ગ બે પ્રકારે નથી. જે સ્વના આશ્રયે થાય તે એક જ મોક્ષમાર્ગ છે. અત્યારના કોઈ પંડિત કહે છે કે બે મોક્ષમાર્ગ ન માને એ ભ્રમમાં છે. પૂર્વના પંડિત ટોડરમલજી કહે છે કે બે મોક્ષમાર્ગ માને એ ભ્રમમાં છે. વળી હાલના કોઈ પંડિત એમ કહે છે કે “વ્યવહારથી ન થાય એમ ન કહેવું, એમ કહેતાં નિશ્ચયાભાસ થઈ જાય છે. અહીં કહે છે કે ત્રિકાળી એકરૂપ આત્માની સેવા કરતાં પર્યાયમાં ત્રણ પ્રકાર પડે તેને વ્યવહાર કહે છે. પ્રવચનસાર, જ્ઞય અધિકાર, ગાથા ૯૪ ની ટીકામાં કહ્યું છે કે-જે ત્રિકાળી ભગવાન આત્માની શ્રદ્ધા-જ્ઞાનચારિત્રની વીતરાગી પર્યાય એને આત્મવ્યવહાર કહીએ અને રાગાદિનો વ્યવહાર એ મનુષ્યવ્યવહાર છે. દયા, દાન, વ્રત અને ભક્તિનો વિકલ્પ એ મનુષ્યનો માનસિક વ્યવહાર છે, એનાથી સંસાર થશે. સમજાય છે કાંઈ ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૬ ]
[ ૨૩
આત્મા જ્ઞાયકસ્વભાવ એકરૂપ વસ્તુની સેવન કરવાથી જે નિશ્ચય સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય તેને સત્ય-ભૂતાર્થ મોક્ષમાર્ગ કહ્યો છે, અને રાગાદિ ( ક્રિયાકાંડ) ને બંધ અધિકારમાં અભૂતાર્થ મોક્ષમાર્ગ કહ્યો છે. ૧૧ મી ગાથામાં ભગવાન ભૂતાર્થ વસ્તુ જે કહી છે એ ભૂતાર્થનાં દષ્ટિ-જ્ઞાન-ચારિત્ર એ પર્યાયમાં ભૂતાર્થ (મોક્ષમાર્ગ) છે. ૧૧ મી ગાથામાં જે ભૂતાર્થ કહ્યો તે દ્રવ્ય-વસ્તુ ભૂતાર્થ કહી. ત્યાં ત્રિકાળી વસ્તુ-પુણ્યપાપ રહિત, પરદ્રવ્યરહિત અને એક સમયની વ્યક્ત પર્યાયથી પણ રહિત-જે ધ્રુવ વસ્તુ આત્મા છે તેને મુખ્ય કરીને નિશ્ચય કહીને ભૂતાર્થ-સત્યાર્થ કહ્યો અને પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહીને અસત્યાર્થ કહી.
જે ભૂતાર્થ વસ્તુ છે તેના આશ્રયથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પર્યાય પરિણમે એને ભૂતાર્થ મોક્ષમાર્ગ કહે છે. તે સત્યાર્થ મોક્ષમાર્ગ પણ પર્યાય છે, માટે વ્યવહાર છે. આવી વાત કયાં છે, ભાઈ ? ઓહો ! આ તો પરમ સત્ય વીતરાગનો માર્ગ ! ભગવાનની દિવ્યધ્વનિ !!
હવે આ જ પ્રયોજનને બે ગાથાઓમાં, ગાથા ૧૭-૧૮ માં દષ્ટાંતથી કહે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૭-૧૮
હવે, આ જ પ્રયોજનને બે ગાથાઓમાં દષ્ટાંતથી કહે છે:
जह णाम को वि पुरिसो रायाणं जाणिऊण सद्दहदि। तो तं अणुचरदि पुणो अत्थत्थीओ पयत्तेण।। १७ ।। एवं हि जीवराया णादव्वो तह य सद्दहेदव्यो। अणुचरिदव्यो य पुणो सो चेव दु मोक्खकामेण।। १८ ।।
यथा नाम कोऽपि पुरुषो राजानं ज्ञात्वा श्रद्दधाति। ततस्तमनुचरति पुनरर्थार्थिकः प्रयत्नेन।।१७ ।।
एवं हि जीवराजो ज्ञातव्यस्तथैव श्रद्धातव्यः। अनुचरितव्यश्च पुनः स चैव तु मोक्षकामेन।। १८ ।।
જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી ધન-અર્થી એ અનુચરણ નૃપતિનું કરે; ૧૭.
જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે, એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થીએ. ૧૮.
ગાથાર્થ:- [ યથા નામ] જેમ [ 5: ]િ કોઈ [અર્થાર્થવ: પુરુષ: ] ધનનો અર્થી પુરુષ [રાનાન] રાજાને [ જ્ઞાત્વા ] જાણીને [શ્રદ્ધાતિ] શ્રદ્ધા કરે છે, [તત: પુન:] ત્યાર બાદ [તં પ્રયત્નન અનુવરતિ] તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે અર્થાત્ તેની સુંદર રીતે સેવા કરે છે, [ પર્વ દિ] એવી જ રીતે [ મોક્ષાન] મોક્ષની ઈચ્છાવાળાએ [નીવર: ] જીવરૂપી રાજાને [જ્ઞાતવ્ય: ] જાણવો, [પુન: ૨] પછી [ તથા ઈવ] એ રીતે જ [ શ્રદ્ધાંતવ્ય: ] તેનું શ્રદ્ધાન કરવું [તુ ૨] અને ત્યાર બાદ [સ ઇવ અનુઘરિતવ્ય:] તેનું જ અનુચરણ કરવું અર્થાત અનુભવ વડે તન્મય થઈ જવું.
ટીકા:- નિશ્ચયથી જેમ કોઈ ધન-અર્થી પુરુષ બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે કે આ રાજા છે, પછી તેનું જ શ્રદ્ધાન કરે કે “આ અવશ્ય રાજા જ છે, તેનું સેવન કરવાથી અવશ્ય ધનની પ્રાપ્તિ થશે અને ત્યાર પછી જ તેનું જ અનુચરણ કરે, સેવન કરે, આજ્ઞામાં રહે, તેને પ્રસન્ન કરે તેવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન રત્નાકર ભાગ-૨ ]
[ ૨૫
(માતિની) कथमपि समुपात्तत्रित्वमप्येकताया अपतितमिदमात्मज्योतिरुद्गच्छदच्छम्। सततमनुभवामोऽनन्तचैतन्यचिहूं न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः।। २० ।।
જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું કે “આ જ આત્મા છે, તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે” અને ત્યાર પછી તેનું જ આચરણ કરવું-અનુભવ વડે તેમાં લીન થવું; કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધસ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે, અન્યથા અનુપપત્તિ છે (અર્થાત્ સાધ્યની સિદ્ધિ એ રીતે થાય છે, બીજી રીતે થતી નથી).
(તે વાત વિશેષ સમજાવે છે:-) જ્યારે આત્માને, અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદજ્ઞાનમાં પ્રવીણપણાથી “આ અનુભૂતિ છે તે જ હું છું” એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું, આ આત્મા જેવો જાણ્યો તેવો જ છે એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું, શ્રદ્ધાન ઉદય થાય છે ત્યારે સમસ્ત અન્યભાવોનો ભેદ થવાથી નિઃશંક ઠરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે.
પરંતુ જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશ પર (દ્રવ્યો) સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને “આ અનુભૂતિ છે તે જ હું છું' એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી અને તેના અભાવને લીધે, નહિ જાણેલાનું શ્રદ્ધાન ગધેડાનાં શિંગડાંના શ્રદ્ધાન સમાન હોવાથી, શ્રદ્ધાન પણ ઉદય થતું નથી ત્યારે સમસ્ત અન્યભાવોના ભેદ વડે આત્મામાં નિઃશંક ઠરવાના અસમર્થપણાને લીધે આત્માનું આચરણ ઉદય નહિ થવાથી આત્માને સાધતું નથી. આમ સાધ્ય આત્માની સિદ્ધિની અન્યથા અનુપપત્તિ છે.
ભાવાર્થ- સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ છે, બીજી રીતે નથી. કારણ કે પહેલાં તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. ત્યાર બાદ તેની પ્રતીતિરૂપ શ્રદ્ધાન થાય; વિના જાણે શ્રદ્ધાન કોનું? પછી સમસ્ત અન્યભાવોથી ભેદ કરીને પોતામાં સ્થિર થાય.-એ પ્રમાણે સિદ્ધિ છે. પણ જો જાણે જ નહિ, તો શ્રદ્ધાન પણ ન થઈ શકે; તો સ્થિરતા શામાં કરે ? તેથી બીજી રીતે સિદ્ધિ નથી એવો નિશ્ચય છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ ]
| [ ગાથા-૧૭-૧૮
શ્લોકાર્ધ - આચાર્ય કહે છે કેઃ [સનન્તચૈતન્યવિÉ] અનંત (અવિનશ્વર) ચૈતન્ય જેનું ચિહ્ન છે એવી [ રૂમ્ ત્મિળ્યોતિઃ] આ આત્મજ્યોતિને [ સતતમ્ અનુમવામ:] અમે નિરંતર અનુભવીએ છીએ [વરમાત્] કારણ કે [ ન્યથા સાથ્યસિદ્ધિ: ન વસ્તુ ન વ7] તેના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી. કેવી છે આત્મજ્યોતિ? [થમ્ પિ સમુપાત્રિત્વમ્ માપ છતાયા: પતિતત્] જેણે કોઈ પ્રકારે ત્રણપણું અંગીકાર કર્યું છે તોપણ જે એકપણાથી ટ્યુત થઈ નથી અને [કચ્છમ્ ૩ છત્] જે નિર્મળપણે ઉદય પામી રહી છે.
ભાવાર્થ:- આચાર્ય કહે છે કે જેને કોઈ પ્રકારે પર્યાયદષ્ટિથી ત્રણપણું પ્રાપ્ત છે તોપણ શુદ્ધદ્રવ્યદૃષ્ટિથી જે એકપણાથી રહિત નથી થઈ તથા જે અનંત ચૈતન્યસ્વરૂપ નિર્મળ ઉદયને પ્રાપ્ત થઈ રહી છે એવી આત્મજ્યોતિનો અમે નિરંતર અનુભવ કરીએ છીએ. આમ કહેવાથી એવો આશય પણ જાણવો કે જે સમ્યગ્દષ્ટિ પુરુષ છે તે, જેવો અમે અનુભવ કરીએ છીએ તેવો અનુભવ કરે. ૨૦.
ટીકા:- હવે, કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાભ્યસ્વરૂપે છે, જુદો નથી, તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે; તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? તેનું સમાધાન: તે એમ નથી. જોકે આત્મા જ્ઞાન સાથે તાદાભ્યસ્વરૂપ છે તોપણ એક ક્ષણમાત્ર પણ જ્ઞાનને સેવતો નથી; કારણ કે સ્વયંબુદ્ધત્વ (પોતે પોતાની મેળે જાણવું તે) અથવા બોધિતબુદ્ધત્વ (બીજાના જણાવવાથી જાણવું તે) -એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. (કાં તો કાળલબ્ધિ આવે ત્યારે પોતે જ જાણી લે અથવા તો કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે જાણે-જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગે અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે.) અહીં ફરી પૂછે છે કે જો એમ છે તો જાણવાના કારણ પહેલાં શું આત્મા અજ્ઞાની જ છે કેમ કે તેને સદાય અપ્રતિબદ્ધપણું છે? તેનો ઉત્તર: એ વાત એમ જ છે, તે અજ્ઞાની જ છે.
* ગાથા ૧૭-૧૮: ટીકા ઉપરનું પ્રવચન *
નિશ્ચયથી એટલે ખરેખર જેમ કોઈ ધન-અર્થી-લક્ષ્મીની જરૂરિયાતવાળો પુરુષ બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે. એનાં કપડાં, શરીર, વૈભવ, એનો ચહેરો, કપાળ વગેરે લક્ષણોથી પ્રથમ જાણે કે આ રાજા છે. લક્ષ્મીવંત છે, ઉપજ ઘણી છે, શરીરમાં પણ પુણ્ય દેખાય છે માટે આ રાજા છે. પછી તેની શ્રદ્ધા કરે કે આ જરૂર રાજા જ છે, તેનું સેવન કરવાથી જરૂર ધનની પ્રાપ્તિ થશે. ત્યાર પછી તેનું અનુચરણ કરે, એટલે એની આજ્ઞા પ્રમાણે રહે, એની સેવા કરે અને એને પ્રસન્ન કરે. જુઓ, આ દષ્ટાંત છે. તેવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો. જુઓ, પહેલામાં પહેલું એને કરવાનું
હોય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન રત્નાકર ભાગ-૨ ]
| [ ૨૭
તો ભગવાન આત્મા કેવો છે, કેવડો છે, કયાં છે, કેમ છે-એમ એને જાણવો. સીધી વાત લીધી છે કે અંતર સ્વસંવેદનશાનથી પ્રથમ આત્માને જાણવો. અહાહા ! મોક્ષાર્થી પુરુષે પ્રથમ આ કરવાનું છે.
દષ્ટાંતમાં પેલો ધનાર્થી છે. તો આ મોક્ષાર્થી છે. એને પૂર્ણાનંદની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ પ્રયોજન નથી. એને પુણ્યની ઇચ્છા નથી, સ્વર્ગની કે કોઈ મોટી પદવી મળે એની ઇચ્છા નથી. એક જ પદવી મોક્ષાર્થી માટે છે, એક મોક્ષની. (દષ્ટાંતમાં) જેમ પેલો એક ધનનો જ અર્થી છે એમ આ એકલો મોક્ષનો જ અર્થી છે. અનંત અનંત આનંદની પર્યાયમાં પ્રાપ્તિ થાય એ મોક્ષ. નિયમસારમાં આવે છે કે આત્માના મહા આનંદનો લાભ તે મોક્ષ. બસ એ મોક્ષ જેનું પ્રયોજન છે તે મોક્ષાર્થી છે. શ્રીમદે આત્મસિદ્ધિમાં કહ્યું છે
“મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ,
સમજાવ્યો સંક્ષેપમાં, સકલ માર્ગ નિગ્રંથ.” શ્રીમદ્ રાજચંદ્રના આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પહેલા જ છંદમાં એમ કહ્યું છે:
“જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત.”
અહીં જે પદ સમજાવ્યું એટલે કે જે આત્મપદ મને સમજાયું તે પદને (સ્વરૂપને) હું નમું છું એમ કહે છે. જેવું સ્વરૂપ છે તે પહેલું સમજાયું. તે પદને હું નમું છું. વળી ૧૬ મા વર્ષે “બહુ પુણ્ય કેરા....” એ કાવ્યમાં એમ કહ્યું કે :
“હું કોણ છું? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા,
તો સર્વ આત્મિકજ્ઞાનના, સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યા.” અહીં અમૃતચંદ્રાચાર્ય મહારાજ દાખલો આપીને કહે છે કે-પ્રથમ તો આત્માને જાણવો. જાણવો એટલે સ્વસંવેદનજ્ઞાનથી એને જાણવો. શાસ્ત્રથી જાણવો, ધારણાથી જાણવો કે ગુરુએ જણાવ્યો તેથી જાણવો એમ નહિ. પણ શુદ્ધ જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માને પર્યાયમાં જ્ઞય બનાવતાં જે જ્ઞાન થાય એ સ્વસંવેદનશાનથી આત્માને જાણવો. ત્યારે આત્માને જાણ્યો એમ કહેવાય. જ્ઞાતા દ્રવ્યનું પર્યાયમાં જ્ઞાન થાય ત્યાં દ્રવ્ય પર્યાયમાં આવે નહિ, પણ પર્યાયમાં જ્ઞાતા દ્રવ્યનું પૂરું જ્ઞાન થાય. આત્માને જાણવો એનો અર્થ એમ છે કે એક સમયની જ્ઞાનપર્યાયમાં આ ય પૂર્ણ અખંડ ધ્રુવ શુદ્ધ પ્રભુ જેવો છે તેવો પરિપૂર્ણ જણાય ત્યારે આત્માને જાણ્યો એમ કહેવાય. આવી વાત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ ]
| [ ગાથા-૧૭-૧૮
છે, ભાઈ ! દુનિયા અનેક પ્રકારે વિચિત્ર છે. તેની સાથે મેળ કરવા જઈશ તો મેળ નહિ ખાય.
આત્મા એ અખંડ વસ્તુ અને જાણવું એ પર્યાય છે. ભગવાન અમૃતચંદ્રાચાર્ય મુનિસંત એની ટીકા કરે છે. એ ગાથામાં ભરેલા સામાન્યભાવને વિશેષ સ્પષ્ટ કરે છે. માણસો નથી કહેતા કે “તું મારી ટીકા કરે છે?' એટલે કે તું કેવો છે એની ટીકા કહેતાં વિશેષ સ્પષ્ટતા કરે છે. એમ અહીં આત્મા કેવો છે એની ટીકા કરી છે. ભગવાનના દિવ્યધ્વનિની સંતોએ ટીકા કરી છે. અહીં ટીકામાં પ્રથમ એટલે સૌ પહેલાં આત્મા જાણવો એમ લીધું છે. નવતત્ત્વને જાણવાં કે રાગને જાણવો એ અહીં ન લીધું. એકને જાણે તે સર્વને જાણે છે. જ્ઞાનની પર્યાયમાં આખો આત્મા ય પણે જણાય અને સૌ પ્રથમ આ જ કરવાનું છે.
છઠ્ઠી ગાથામાં કહ્યું કે જે જ્ઞાયકભાવ-સ્વભાવ છે એ શુભાશુભભાવના સ્વભાવે થતો નથી, કેમ કે શુભ કે અશુભભાવો અચેતન છે. એ ચૈતન્યરસ અચેતનપણે કેમ થાય?
જ્ઞાયકભાવ એકરૂપ ચૈતન્યવસ્તુ છે. આવો જે જ્ઞાયકભાવ આત્મા અને પ્રથમ જાણવો એમ આચાર્ય કહે છે. આચાર્યોએ થોડું લખ્યું ઘણું કરીને જાણજો. ભાઈ ! છહુઢાળામાં આવે છે કે :
“લાખ બાતકી બાત યહૈ નિશ્ચય ઉર લાઓ. તોરી સકલ જગદંદકુંદ નિત આતમ ધ્યાઓ.”
લાખ વાત કરી, અનંત વાત કરી. પણ વાત એ છે કે નિજ આત્માનું ધ્યાન કરો. એટલે પર્યાયમાં એને જાણો. એમ કહીને એમ સિદ્ધ કર્યું કે રાગની મંદતાથી આત્માનું જ્ઞાન થાય એમ કોઈ કહેતા હોય તો એ વસ્તુસ્થિતિ નથી. હમણાં બહુ ચાલે છે કે-પહેલાં વ્યવહારરૂપ દયા, દાન ઇત્યાદિ રાગની મંદતા કરીએ, પહેલું ચારિત્ર કેટલુંક થાય પછી જ સમક્તિ થાય. અરે ભગવાન ! ચારિત્ર સમક્તિ વિના કદી થતું નથી. વળી કોઈ એક જણે તો એમ કહ્યું છે કે સાતમું ગુણસ્થાન આવ્યા વિના નિશ્ચય સમક્તિ થાય નહીં. પણ એમ નથી, ભાઈ ! આ તો મોક્ષાર્થી જેને મોક્ષ કરવો છે એને પહેલાં જાણે. સ્વસંવેદન-જ્ઞાનથી પ્રથમ આત્માને જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું એમ અહીં છે ને?
રત્નકરંડશ્રાવકાચારમાં એમ આવે છે કે સમ્યગ્દર્શન કરો, અને પછી જ્ઞાનનું આરાધન કરવું, એટલે કે રાગદ્વેષ ટાળવા માટે ચારિત્ર ગ્રહણ કરવું આરાધન કરવું એટલે વિશેષ (મગ્નતા કરવી), અહીં સમ્યગ્દર્શન થતાં જ્ઞાન સાથે જ હોય છે એમ કહ્યું છે. તત્ત્વાર્થસૂત્રમાં “સમ્પર્શવજ્ઞાનવારિત્રાળ મોક્ષમા” તથા છઠુંઢાળામાં (ચોથી ઢાળમાં ) “સમ્યક કારણ જાન, જ્ઞાન કારજ હૈ સોઈ.” એ પ્રમાણે લીધું છે. દર્શનની પૂર્ણતા પહેલી થાય છે એટલે ત્યાં દર્શનને પહેલું લીધું. અહીં જ્ઞાનથી વાત ઉપાડીને તેને પહેલું કેમ કહ્યું કે-પહેલાં જાણ્યા વિના પ્રતીતિ ( શ્રદ્ધા ) કોની? જે વસ્તુ જ્ઞાનમાં જણાઈ નથી એની પ્રતીતિ શાની ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન રત્નાકર ભાગ-૨ ]
[ ૨૯
આ પૂર્ણાનંદ અતીન્દ્રિય આનંદકંદ સચ્ચિદાનંદ પરમસ્વભાવરૂપ આત્મા છે તે જ હું છું એમ શ્રદ્ધા કરવી. એની શ્રદ્ધામાં એમ આવ્યું કે આ અંદર જે પ્રત્યક્ષ જણાયો એ જ આત્મા છે અને તેનું આચરણ કરવાથી એટલે કે તેમાં એકાગ્ર થવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે. શું કહ્યું? જુઓ, તેનું આચરણ કરવાથી એટલે જે જ્ઞાયકભાવ-સ્વભાવ-ભાવ જ્ઞાનની પર્યાયમાં પ્રત્યક્ષ જણાયો અને જેની શ્રદ્ધા થઈ કે આ જ આત્મા છે એમાં આચરણ કરીશ તો કર્મોથી છૂટાશે. બીજી કોઈ ક્રિયા તો છે નહીં. બહારનાં ક્રિયાકાંડ-વ્રત અને તપ કરીશ તો કર્મોથી છૂટાશે એમ એની શ્રદ્ધામાં નથી આવતું. ઘણું ગંભીર ભર્યું છે, ભાઈ! એક તો એ કે આત્માને સીધો જાણવો. એટલે કે વ્યવહા૨ આવો હોય તો જણાય એ વાત કાઢી નાખી. બીજું એ કે આ આત્મા છે એમ જાણ્યું તેથી એની શ્રદ્ધામાં એમ આવ્યું કે આત્મામાં ઠરીશ ત્યારે કર્મ છૂટશે, પણ આટલા ઉપવાસ કરવાથી કર્મ છૂટશે એમ નહિ. ત્યાં પ્રશ્ન થાય કે શાસ્ત્રમાં (તત્ત્વાર્થસૂત્રમાં) આવે છે કે-“તપવા નિર્ના” ઉત્ત૨ એમ છે કે એ તો નિમિત્તનાં કથન છે. માર્ગ તો આવો છે, ભાઈ !
અરેરે! ચોરાસીના અવતારમાં એ દુઃખી છે. એને એના દુઃખની ખબર નથી. પણ એ આકુળતાના વેદનમાં છે, ભાઈ! જૈનના વેદનમાં, સ્વના વેદનમાં નથી. છઢાળામાં ચોથી ઢાળમાં આવે છે કે એ આકુળતાના વેદનમાં સાધુ થઈ નવમી ત્રૈવેયકે ગયો. એણે પંચ મહાવ્રત અને ૨૮ મૂલગુણનું પાલન કર્યું પણ એ આકુળતાનું વેદન હતું.
“મુનિવ્રત ધા૨ે અનંતબાર ગ્રેવક ઊપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.”
''
પ્રશ્નઃ-મંદ આકુળતા હતી ને?
ઉત્તર:-મંદ પણ આકુળતા હતી ને? તેથી તો કહ્યું કે સુખ લેશ ન પાયો. બાપુ! આ તો વીતરાગસ્વરૂપ આત્માનો માર્ગ છે. આ આત્મા છે તેનું આચરણ કરવાથી જરૂર કર્મોથી છૂટાશે એવી શ્રદ્ધામાં એમ આવ્યું કે નિજ જ્ઞાયકભાવમાં જેટલી ૨મણતા કરશે તેટલું ચારિત્ર થશે અને તેટલું કર્મોથી છૂટાશે. પહેલાં શ્રદ્ધામાં જ આમ જણાયું. લોકોને આકરું લાગે, પણ શું થાય?
અહીં કહે છે કે આત્મા એકલો જ્ઞેય થઈને અંદર જ્ઞાનમાં જણાયો ત્યારે તેને આ આત્મા છે એમ શ્રદ્ધા થઈ. ત્યારે એ શ્રદ્ધામાં એમ આવ્યું કે આ જ્ઞાયકભાવ જે ભગવાન આત્મા તેનું અનુચરણ કરવાથી, એમાં ઠરવાથી કર્મ જરૂર છૂટશે, પણ પંચમહાવ્રતના વિકલ્પ એ આત્માનું અનુચરણ નહિ હોવાથી તેનાથી કર્મ છૂટશે નિહ. અંદર એક જ્ઞાયકભાવમાં એકાકાર થવું, એમાં રમવું, ચરવું, જામી જવું, આનંદનું વેદન કરવું–એનાથી કર્મ છૂટશે, મલિન પરિણામ છૂટશે. આવી વાત છે, ભાઈ ! દુનિયા સાથે મેળ ખાય એમ નથી. પણ શું થાય ? આત્મામાં રમે તે રામ કહીએ. અન્યત્ર ૨મે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦ ]
| [ ગાથા ૧૭-૧૮
તે હરામ (કુચારિત્ર). આત્માના આનંદમાં રમવું, નિજાનંદમાં રમવું એ ચારિત્ર છે. હવે લોકો કાંઈ ને કાંઈ ક્રિયા અને બહારનાં પંચમહાવ્રતાદિને મોક્ષનો માર્ગ-સાધન માને છે, પણ ભાઈ ! એ કાંઈ સાધન નથી. પરંતુ નિમિત્તથી કથન કરીને કહ્યું છે. ત્રણ લોકનો નાથ જે સિદ્ધસ્વરૂપી પરમાત્મા એનું જ્ઞાન, શ્રદ્ધાન થાય ત્યારે એમાં ઠરે. એ જ્ઞાયક સ્વરૂપ આનંદઘન ભગવાન આત્મામાં ચરવું, રમવું, લીન થવું, સ્થિરતા કરવી એ અનુભવ છે, એ ચારિત્ર છે. અહાહા ! કહ્યું છે ને કે -
“અનુભવ ચિંતામનિ રતન અનુભવ હૈ રસકૂપ, અનુભવ મારગ મોખકૌ, અનુભવ મોખ સરૂપ.”
કેટલાક કહે છે કે કાનજીસ્વામીનું આ બધું એકાન્ત છે. પણ એમ નથી. કારણ કે અહીં તો સમ્યક એકાન્ત સિદ્ધ કરે છે, કે એમાં (આત્મામાં) જ આચરણ કરવું. રાગનું આચરણ કરવું એમ નહીં. પહેલાં એની શ્રદ્ધામાં તો નક્કી કરે કે ભગવાન આનંદનો નાથ પ્રભુ જે અંદરમાં જણાયો અને શ્રદ્ધામાં આવ્યો એમાં ઠરવું એ ચારિત્ર છે. વ્રત, તપ, ઉપવાસ આદિ કાંઈ ચારિત્ર નથી. ઉપવાસ એટલે ઉપ નામ સમીપમાં ભગવાન આનંદના નાથની સમીપમાં વાસ એટલે વસવું-અનુભવ વડે વસવું. આત્મામાં અનુભવ વડે લીન થવું એ ચારિત્ર છે. અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન આત્મા જ્ઞાનમાં જણાયો એવો શ્રદ્ધયો કે આ અંદર સ્વરૂપથી દેખાયો તે આત્મા અને એમાં ઠરવું એનો અનુભવ કરવો તે ચારિત્ર. આવા અનુભવની મહોર-છાપ વિશે પાંચમી ગાથામાં આવે છે કે આત્માનો નિજવિભવ કેવો છે? “નિરંતર ઝરતો આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ તેની છાપવાળું જે પ્રચૂર સંવેદનસ્વરૂપ સ્વસંવેદન તેનાથી જેનો જન્મ છે.” આવો આનંદનો અનુભવ તે આત્માનો સાક્ષાત્કાર છે. અનુભવ, અનુભવ એમ તો બીજા બધા અન્યમતીઓમાં પણ કહે છે પણ એ અનુભવ નથી.
આ પ્રમાણે મોક્ષાર્થી પુરુષે પ્રથમ આત્માને જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું કે આ જ આત્મા છે... અને તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે, અને ત્યારપછી તેનું જ અનુચરણ કરવું અનુભવ વડે તેમાં લીન થવું; કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધસ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે, અન્યથા અનુપપત્તિ છે. જે મોક્ષાર્થી થયો તેને મોક્ષ અવસ્થા સાધ્ય છે. એ રાગ વિનાની, કર્મ વિનાની નિર્મળ અવસ્થા છે. એ નિર્મળ અવસ્થારૂપ અભેદ શુદ્ધસ્વરૂપની એ રીતે ઉપપત્તિ છે અન્યથા અનુપપત્તિ છે. એટલે એની પ્રાપ્તિનો આ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આ અનેકાન્ત છે. આનાથી પ્રાપ્તિ થાય અને વ્યવહારથી પણ પ્રાપ્તિ થાય એમ અનેકાન્ત નથી. આનાથી જ થાય અને બીજી રીતે ન થાય એ અનેકાન્ત છે.
છહઢોળામાં આવે છે કે “આતમ હિત હેતુ વિરાગ જ્ઞાન, તે લખે આપકું કષ્ટદાન.”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન રત્નાકર ભાગ-૨ ]
[
૩૧
કેટલાક કહે છે કે પંચમહાવ્રત પાળવાં, ત્યાગ કરવો, પરિષહ સહન કરવા ઇત્યાદિ કષ્ટ સહન કરીએ તો ધર્મ થાય અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. અહીં તો કહે છે કે કષ્ટ એ ધર્મ નથી પણ ભગવાન આત્મામાં એકાગ્ર થતાં એમાં આનંદ આવે એ ધર્મ છે. આનંદની લહેરોનો અનુભવ કરતાં કરતાં કેવળજ્ઞાનને પામે, પણ કષ્ટ સહન કરે તો પામે એમ નથી. ભાઈ ! વસ્તુ તો સહજાનંદસ્વરૂપ છે. સ્વાભાવિક આનંદને આધીન થતાં, અતીન્દ્રિય આનંદને વેદતાં વેદતાં કેવળજ્ઞાન થઈ જાય છે. આ વસ્તુનું સ્વરૂપ જ આવું છે, અર્થાત્ સાધ્યની સિદ્ધિ એ રીતે થાય છે, બીજી રીતે થતી નથી.
કેટલાક એમ કહે છે કે નિશ્ચયથી થાય અને વ્યવહારથી પણ થાય, નિશ્ચય પણ મોક્ષમાર્ગ અને વ્યવહાર પણ મોક્ષમાર્ગ, જેમ નિશ્ચય આદરણીય તેમ વ્યવહાર પણ આદરણીય; પણ એમ નથી. અહાહા..! એકલો ભગવાન આત્મા જાણવો, શ્રદ્ધવો અને એમાં ઠરવું એ એક જ મોક્ષમાર્ગ છે. તો કહે છે-વ્યવહાર કહ્યો છે ને? ભાઈ, એ તો ઉપચારથી કથન કર્યું છે, પણ મોક્ષમાર્ગ બે નથી. માર્ગ એટલે કારણ. મોક્ષમાર્ગ એટલે મોક્ષનું કારણ. એ મોક્ષનું કારણ એક જ છે, બે કારણ નથી. મોક્ષમાર્ગ એક જ છે એટલે શું? કે કાર્ય જે સિદ્ધદશા એનું કારણ એક નિશ્ચય કારણ જ છે. બીજું હો ભલે, પણ તે જાણવા માટે; બાકી કારણ નથી. આવી સ્થિતિ સીધી છે પણ પક્ષના વ્યામોહ આડે સૂઝ પડે નહીં અને (સાચા રસ્તે) ફરવું ગોઠે નહીં. આટલાં વર્ષ શું કર્યું? તે ધૂળ કર્યું. (બધું વ્યર્થ) સાંભળને! ત્રણલોકના નાથને જગાડયો નહીં, એની શ્રદ્ધા કરી નહીં અને એમાં ઠર્યો નહીં તો શું કર્યું? (કાંઈ કર્યું નહીં.)
હવે એ વાત વિશેષ સમજાવે છે :
જ્યારે આ આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં-એટલે ભગવાન આત્માના જ્ઞાનમાં પુણ્ય-પાપ દયા, દાન, વ્રત, આદિ અનેક પર્યાયરૂપ ભેદભાવો તેની સાથે મિશ્રિત હોવા છતાં સર્વ પ્રકારે ભેદજ્ઞાનમાં પ્રવીણપણાથી “આ અનુભૂતિ છે તે જ હું છું' અર્થાત્ જાણવાની દશા જે અનુભવમાં આવે છે તે જ હું છું અને જ્ઞાનમાં જણાય છે તે દયા, દાન, રાગાદિ વ્યવહાર તે હું નથી એમ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. અહીં કહ્યું ને કે જ્ઞાનમાં જણાય કે આ રાગાદિ છે, પણ એ મોક્ષમાર્ગ નથી. ૧૨ મી ગાથામાં પણ કહ્યું કે “વ્યવહારનય તે કાળે જાણેલો પ્રયોજનવાન છે.” તે કાળે એટલે તે તે સમયે જેટલા પ્રમાણમાં રાગની અશુદ્ધતાના અને વીતરાગતા-શુદ્ધતાના અંશો છે તેને જાણવા એ ભેદરૂપ વ્યવહારજ્ઞાન છે. એ જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી. આવી ચોકખી સ્પષ્ટ વાત હોવા છતાં ઘણા વર્ષોથી (અનંતકાળથી) માન્યું-મનાવ્યું હોય એટલે ફરવું કઠણ પડે. પણ જીવન જાય છે જીવન. (ખોટી માન્યતામાં આયુષ્ય પૂરું થઈ જશે). માર્ગ તો આ છે, ભાઈ !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર ]
[ ગાથા ૧૭-૧૮
આત્માને અનુભવના વેદનમાં આવતા રાગાદિ જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું એટલે જ્ઞાન અને રાગ બન્ને એકમેકપણે લાગવાપણું હતું. તે જ્યારે સર્વપ્રકારે ભેદજ્ઞાનનું પ્રવીણપણું થવાથી અર્થાત્ રાગથી ખસીને સ્વભાવ તરફનો ઝૂકાવ થવાથી “આ અનુભૂતિ છે તે જ હું છું” -જ્ઞાનમાં જે અનુભૂતિસ્વરૂપ ત્રિકાળી જણાયો તે જ હું છું એવું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. રાગથી ભિન્ન પડીને આ અનુભવસ્વરૂપ ભગવાન આત્મા તે હું છું એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું, આ આત્મા શુદ્ધ અખંડ અભેદ એક ચૈતન્યરૂપ જેવો જ્ઞાનમાં જણાયો તેવો જ છે એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું, શ્રદ્ધાન ઉદય થાય છે. ભેદજ્ઞાનની પ્રવીણતાથી અર્થાત્ રાગથી ભિન્ન પડી ભગવાન જ્ઞાનસ્વરૂપ આત્માના અનુભવથી આત્મા અખંડ એક જ્ઞાયકરૂપ જેવો જાણ્યો તેવી જ તેની પ્રતીતિ કરી. જાણ્યા વિના એ છે એ માન્યું કોણે? સમ્યગ્દર્શનનું લક્ષણ પ્રતીતિ છે. પંચાધ્યાયીમાં ચાર બોલ લીધા છે. શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ, જ્ઞાનની પર્યાય. ત્યાં એને જ્ઞાનની પર્યાય ગણી એ તો વ્યવહારથી કથન છે. અહીં તો આ નિશ્ચયની વાત છે કે જે આત્મા જ્ઞાનમાં જણાયો એની જે શ્રદ્ધા થઈ તે પ્રતીતિ. માટે સમ્યગ્દર્શનનું લક્ષણ પ્રતીતિ છે.
આત્મા આખી ચીજ છે. તેનું જ્ઞાન એ આત્મજ્ઞાન કહ્યું છે. આત્મામાં ગુણનું કે પર્યાયનું જ્ઞાન તે આત્મજ્ઞાન એમ નથી. આખો આત્મા એટલે જે ત્રિકાળી ધ્રુવ અખંડ એક પ્રતિભાસમય પૂર્ણસ્વરૂપ તે પર્યાયમાં જણાયો, એનું જે જ્ઞાન થયું તે પર્યાય આત્મજ્ઞાન છે. સાદી ભાષા છે, પણ લોકો એકાન્ત એકાન્ત કરે છે. વ્યવહારથી થાય એમ વ્યવહારને સાધન કહેતા નથી એમ કહે છે, પણ ભાઈ ! આ સમ્યક એકાન્ત છે, “જ” બધે પડયો છે ને? શ્રીમદે પણ કહ્યું છે કે “અનેકાન્તનું જ્ઞાન પણ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય કોઈ હેતુએ હિતકારી નથી.” સમ્યક એકાન્ત એવા આત્માના હિત સિવાય બીજું કોઈ અનેકાન્ત હોઈ શકે નહિ.
અહાહા! આવું આત્મજ્ઞાન થતાં શ્રદ્ધાન ઉદય થાય છે ત્યારે સમસ્ત અન્યભાવોનો ભેદ થવાથી એટલે દયા, દાન, ભક્તિ આદિના શુભભાવો જે અન્યભાવો છે તેની જુદાઈ થવાથી નિઃશંક ઠરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. રાગના વિકલ્પથી જુદો છું એવું ભેદજ્ઞાન થવાથી સ્વરૂપમાં નિઃશંક ઠરવાને લીધે આત્માનું ચારિત્ર-આત્માનું અનુષ્ઠાન-આત્મામાં રમણતા પ્રગટ થાય છે અને તે આત્માને સાધે છે. વ્યવહારના વિકલ્પથી ભિન્ન પડીને સ્વરૂપમાં નિઃશંક ઠરતાં એ આચરણ આત્માની સિદ્ધિને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે. સાધ્ય જે મોક્ષદશા તેની સિદ્ધિ-પ્રાપ્તિ એ રીતે થાય છે, બીજી રીતે નહિ. અજ્ઞાની મિથ્યાદષ્ટિને સ્વનું આચરણ હોતું નથી. (તેથી સાધ્યની સિદ્ધિ તેને થતી નથી.)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૭–૧૮]
[ ૩૩
ટીકાના પહેલા બે પેરેગ્રાફ થઈ ગયા. હવે અનુપપત્તિનો ત્રીજો છેલ્લો પેરેગ્રાફ રહ્યો. તેમાં હવે કહે છે :
જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળ-ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં” જુઓ, શું કહે છે? આબાળ-ગોપાળ સૌને એટલે નાનાથી મોટા દરેક જીવોને જાણવામાં તો સદાકાળ (નિરંતર) અનુભૂતિસ્વરૂપજ્ઞાયક-સ્વરૂપ નિજ આત્મા જ આવે છે. (અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા ત્રિકાળીનું વિશેષણ છે, જ્ઞાયકભાવને અહીં અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા કહ્યો છે.) આબાલગોપાલ સૌને જાણનક્રિયા દ્વારા અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા જ જણાઈ રહ્યો છે. જાણનક્રિયા દ્વારા સૌને જાણનાર જ જણાય છે. (અજ્ઞાનીને પણ સમયે સમયે જ્ઞાનની પર્યાયમાં પોતાનો જ્ઞાનમય આત્મા જ ઉદ્ધપણે જણાઈ રહ્યો છે. જાણપણું નિજ આત્માનું છે છતાં એ છે તે હું છું એમ અજ્ઞાનીને થતું નથી. અજ્ઞાની પરની રુચિની આડ જ્ઞાનમાં પોતાનો જ્ઞાયકભાવ જણાતો હોવા છતાં એનો તિરોભાવ કરે છે અને જ્ઞાનમાં ખરેખર જે જણાતા નથી એવા રાગ આદિ પરયોનો આવિર્ભાવ કરે છે.)
અહાહા ! આમ સદાકાળ સૌને પોતે જ એટલે કે આત્મા જ જાણવામાં આવે છે. (અજ્ઞાનીઓ કહે છે કે આત્મા કયાં જણાય છે? અને અહીં જ્ઞાનીઓ એમ કહે છે કે દરેક આત્માઓને પોતાનો આત્મા જ જણાય છે પણ અજ્ઞાની એનો સ્વીકાર કરતો નથી.) પુણ્ય પાપ આદિ જે વિકલ્પ છે તે અચેતન અને પર છે તેથી ઉદ્ધપણે જ્ઞાનની પર્યાયમાં તે જણાતા નથી પરંતુ જાણનાર જ જણાય છે.
આમ સૌને પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં અનાદિ બંધના વિશેએટલે અનાદિ બંધના કારણે એમ નહીં પરંતુ અનાદિ બંધને (પોતે) વશ થાય છે તેથી આ જાણનાર-જાણનાર-જાણનાર તે હું છું એમ ન માનતાં રાગ હું છું એમ માને છે. અનાદિ બંધના વિશે એટલે કર્મને લઈને એમ નહીં; આ એક સિદ્ધાંત છે કે કર્મ છે માટે વિકાર થાય છે એમ નથી. આત્મા અનાદિ બંધ છે એને વશ થાય છે માટે વિકાર થાય છે. એટલે કે સૌને જાણન-જાણન-જાણન ભાવ જ જાણવામાં આવે છે. શરીરને, રાગને જાણતાં પણ જાણનાર જ જણાય છે. પણ અનુભૂતિસ્વરૂપ આત્મા હું છું, આ જાણનાર તે હું છું, એમ અજ્ઞાનીને ન થતાં બંધને વશ પડ્યો છે. આત્માને વશ થવું જોઈએ એને બદલે કર્મને વશ થયો છે. પૂજામાં આવે છે ને કે :
“કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહેં ઘનઘાત લોહકી સંગતિ પાઈ.”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
66
હવે આત્મા અને રાગ વચ્ચે સાંધ છે એ વાત સમજાવે છે. (મોક્ષ અધિકાર, ગાથા ૨૯૪ માં સંધિની વાત છે) એ બંધના વશે ૫૨ સાથે એકપણાના નિશ્ચયથી‘જાણનાર–જાણનાર જણાય છે” એમ ન જાણતાં જાણનારની પર્યાય વર્તમાન કર્મ સંબંધને વશ થઈ (સ્વતંત્રપણે વશ થઈ ) ૫૨ સાથે-રાગ અને પુણ્યના વિકલ્પો સાથે એકપણાનો અધ્યાસ–નિર્ણય કરે છે. હું રાગ જ છું એમ માને છે છતાં એકપણે થતો નથી. રાગ અને આત્મા વચ્ચે સંધિ છે. (સાંધ છે.) રાગનો વિકલ્પ અને જ્ઞાનપર્યાય એ બે વચ્ચે સંધિ છે. જેમ મોટા પથ્થરની ખાણ હોય તેમાં પથ્થરમાં પીળી, લાલ, ધોળી રગ હોય છે. એ બે વચ્ચે સંધિ છે. એ પથ્થરોને જુદા પાડવા હોય તો એ સંધિમાં સુરંગ નાંખે એટલે પથરા ઉડીને જુદા પડી જાય છે. તેમ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા અને રાગ બે વચ્ચે સંધિ છે. અહાહા! ત્યાં તો એમ કહ્યું કે નિઃસંધિ થયા નથી એટલે બે એક થયા નથી. (બે વચ્ચે સંધિ હોવા છતાં બે એક થયા નથી). પણ (બન્નેના ) એકપણાના નિશ્ચયથી મૂઢ અજ્ઞાની તેને જે રાગનો વિકલ્પ ઉઠે છે અને વશ થઈને તે હું છું એમ પરપદાર્થ જે રાગાદિ તેને પોતાના માને છે, પરંતુ રાગથી ભિન્ન અનુભવરૂપ પોતાની ચીજ જુદી છે એનું ભાન નહીં હોવાથી આ જાણનાર જણાય છે તે હું છું એમ માનતો
નથી.
પ્રવચનસાર ગાથા ૨૦૦ માં આવે છે કે જ્ઞાયકભાવ કાયમ જ્ઞાયક પણે જ રહ્યો
છે. છતાં અજ્ઞાની બીજી રીતે હું આ રાગ છું, પુણ્ય છું એવો અન્યથા અધ્યવસાય કરે છે. ભાઈ! સૂક્ષ્મ વાત છે. જિનેન્દ્ર માર્ગ જુદો છે. લોકો બહારમાં એકલા ક્રિયાકાંડ-આ કરવું અને તે કરવું–એમાં ખૂંચી ગયા છે. એટલે કાંઈ હાથ આવતું નથી. ભગવાન અમૃતચંદ્રાચાર્ય ટીકાકાર કહે છે કે પ્રભુ! તું તો જાણનાર સ્વરૂપ સદાય રહ્યો છે ને? જાણનાર જ જણાય છે ને? અહાહા! જાણનાર જ્ઞાયક છે તે જણાય છે એમ ન માનતાં બંધના વશે જે જ્ઞાનમાં ૫૨ રાગાદિ જણાય તેના એકપણાનો નિર્ણય કરતો મૂઢ જે અજ્ઞાની તેને ‘આ અનુભૂતિ છે તે જ હું છું' એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. ઝીણી વાત, ભાઈ ! આ ટીકા સાધારણ નથી. ઘણો મર્મ ભર્યો છે.
ભગવાન આત્મા જ્ઞાયકજ્યોતિ ધ્રુવ વસ્તુ છે એ તો જાણનસ્વભાવે પરમપારિણામિકભાવે સ્વભાવભાવરૂપે જ ત્રિકાળ છે. રાગ સાથે દ્રવ્ય એકપણે થયું નથી; પણ જાણનાર જેમાં જણાય છે તે જ્ઞાન પર્યાય લંબાઈને અંદર જતી નથી. જાણનાર સદાય પોતે જણાઈ રહ્યો છે એવી જ્ઞાનની પર્યાય થઈ રહી હોવા છતાં આ અંદર જાણનાર તે હું છું અર્થાત્ આ જ્ઞાનની પર્યાયમાં જણાય છે તે હું છું એમ અંદરમાં ન જતાં કર્મને રાગને વશ પડયો થકો બહારમાં જે રાગ જણાય છે તે હું છું એમ માને છે. અહા! આચાર્યે સાદી ભાષામાં મૂળ વાત મૂકી દીધી છે. ત્રિલોકીનાથ તીર્થંકર અને ગણધરોની વાણીની ગંભીરતાની શી વાત ! પંચમઆરાના સંતે આટલામાં તો સમ્યગ્દર્શન પામવાની કળા અને મિથ્યાદર્શન કેમ પ્રગટ થાય છે તેની વાત કરી છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૭-૧૮]
[ ૩૫
અરે ભાઈ! તું દુઃખી પ્રાણી અનાદિનો છે. રાગને બંધને વશ થયો તેથી દુઃખી છે એ નિરાકુળ ભગવાન આનંદનો નાથ છે. એને પર્યાયમાં-જ્ઞાનમાં જાણનારો તે પોતે છે, એમ ન જાણતાં જ્ઞાનની પર્યાયમાં પરને વશ થયો થકો રાગ તે હું એવી મૂઢતા ઉત્પન્ન કરે છે. થોડા શબ્દોમાં મિથ્યાત્વ કેમ છે અને સમ્યકત્વ કેમ થાય એની વાત કરી છે.
ઘણા લોકો અત્યારે માને છે કે કર્મને લઈને આમ થાય. પણ ભાઈ ! કર્મ તો જડ છે. એને લઈને શું હોય? કોઈ કર્મ આડે આવતું નથી. જાણવાવાળાને જાણે નહિ અને રાગને વશ પડી એમ માને કે હું આ (રાગાદિ), એ તો પોતે વશ થાય છે. “અપનકો આપ ભૂલકે હેરાન હો ગયા.” મૂળ સમ્યગ્દર્શન અને આત્મજ્ઞાનની વાત પડી રહી અને મૂળ વિના ( ત્યાગમાં ધર્મ માનીને) બધાં પાંદડાં તોડયાં. જેમ આંબલીનાં લાખો પાન હોય તે તોડે પણ મૂળ સાજું રહે તો તે ૧૫ દિવસમાં પાંગરી જાય. તેમ રાગની મંદતાની ક્રિયાઓ અનંતવાર કરી એ પાંદડાં તોડ્યાં, રાગ રહિત આત્મા કેવો છે તેને જાણ્યા વિના અજ્ઞાનથી મિથ્યાત્વનું મૂળ સાજું રાખ્યું, પણ એને ઉખેડીને સમ્યગ્દર્શનરૂપી ધર્મના મૂળને પકડ્યું નહિ.
અહીં કહે છે કે આ જાણનાર-જાણનાર-જાણનાર-આ જે જાણનક્રિયા દ્વારા જણાય છે તે હું એમ અંતરમાં ન જતાં જાણવામાં આવે છે જે રાગ તેને વશ થઈ રાગ તે હું એમ અજ્ઞાનીએ માન્યું તેથી આ અનુભૂતિમાં જણાય છે તે જ્ઞાયક હું એવું આત્મજ્ઞાન ઉદય પામતું નથી. દર્શનમોહના ઉદયને કારણે આ આત્મજ્ઞાન ઉદય પામતું નથી એમ ન કહ્યું પણ રાગને વશ થવાથી આ જેના અસ્તિત્વમાં-ટ્યાતીમાં જાણવું થાય છે એ જાણનાર તે હું એવું આત્મજ્ઞાન મૂઢ-અજ્ઞાનીને પ્રગટ થતું નથી. કોઈ માને કે કર્મથી થાય, કર્મથી થાય તો એ જૂઠી વાત છે. ત્રણકાળમાં કર્મથી આત્માનું કાંઈ ન થાય. કર્મ એ તો પરદ્રવ્ય છે. પરદ્રવ્યથી સ્વદ્રવ્યમાં કાંઈ થાય એ વાત તદ્દન જૂઠી છે. પોતે પોતાને ભૂલીને રાગને પોતાનો માને એ તો મૂઢભાવ છે, મિથ્યાત્વ છે. તો પછી આ બાયડી, છોકરાં, કુટુંબ, મકાન, પૈસા, આબરૂ વગેરે કયાંય રહી ગયા. એને પોતાના માને એ તો મૂઢતા છે જ.
રાગ અને આત્મા વચ્ચે સંધિ છે, નિઃસંધિ નથી. (આ પ્રવચનમાં) આ વાત આગળ આવી ગઈ છે. ત્રણલોકનો નાથ જે સચ્ચિદાનંદ પ્રભુ એની અને રાગની વચ્ચે સંધિ છે, તડ છે, પણ એક્તા નથી. માણસો બહારથી માથાફોડ કરે અને જિંદગી કાઢે, પણ શું થાય? (અંતરંગમાં સંધિ છે, પણ એક નથી એમ વિચારે નહિ તો શું થાય?) એને એકાન્ત લાગે છે પણ એકાન્ત એટલે શું એની ખબર નથી. ભાઈ ! જે વિકાર થાય છે તે તારાથી જ થાય છે, પરને લઈને-કર્મને લઈને કે નિમિત્તને લઈને નહિ. તું પોતે વિકાર કરે ત્યારે તેને (કર્મ આદિન) નિમિત્ત કહેવામાં આવે છે. આ અનેકાન્ત છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
(જો વિકાર વખતે પર-કર્મ આદિ કોઈ નિમિત્ત છે જ નહીં એમ માને તો એકાન્ત છે) અહીં કહ્યું છે જુઓને-“બંધના વશે” એમાં કેટલો ધ્વનિ છે?
હું જ્ઞાયક છું. આ જાણનાર છે તે જ જણાય છે. જણાય છે તે જ્ઞાયક વસ્તુ છે એમ જ્ઞાન ન થતાં જાણવાની પર્યાયમાં જે અચેતન રાગ જણાય છે તે હું એમ માને છે. દયા, દાન, ભક્તિના વિકલ્પ છે એ જડ છે. એ જ્ઞાનમાં અને ભાસતાં એ હું છું એમ માનનારને એનાથી રહિત હું આત્મા છું એવું જ્ઞાન પ્રગટ થતું નથી. અને એ આત્મજ્ઞાનના અભાવમાં નહિ જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડા સમાન હોય છે. જેમ માનો કે “ગધેડાનાં શીંગડાં' પણ ગધેડાને જ્યાં શીંગડાં હોય જ નહિ ત્યાં શી રીતે મનાય ? એમ ભગવાન આત્મા જાણવાની પર્યાયમાં જણાય તે હું છું એમ ન માનતા રાગ તે હું એમ માને છે અને આત્માનું જ્ઞાન નથી. અને એ આત્માનું જ્ઞાન નહિ હોવાથી તેની શ્રદ્ધા પણ “ગધેડાના શીંગડાં' જેવી છે. ભગવાનનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ ! બહારથી એમ કલ્પી લે કે દયા પાળો, વ્રત કરો અને આ કરો ને તે કરો, પણ ભાઈ ! કોણ રાગનો કર્તા થાય? કર્તાપણાની બુદ્ધિ એ તો મિથ્યાત્વ છે, જ્ઞાનસ્વભાવી ચૈતન્યસૂર્ય ભગવાન અચેતન એવા રાગને કેમ કરે ?
છઠ્ઠી ગાથામાં કહ્યું ને કે જ્ઞાયકભાવ શુભાશુભપણે થયો નથી. એ શુભાશુભભાવે થાય તો જડ થઈ જાય, કેમકે શુભાશુભભાવમાં ચેતનનો અંશ નથી, પોતે પોતાને અને પરને જાણતા નથી. તેથી જો જ્ઞાયક સ્વરૂપ ચૈતન્યસૂર્ય અચેતન એવા શુભાશુભાવપણે થાય તો ચેતન અચેતન થઈ જાય. પણ એમ કદીય બનતું નથી. અરે ! જે આ દૃષ્ટિજ્ઞાનની પર્યાય એમાં રાગ નહિ હોવા છતાં એમાં રાગ છે એવું જેણે જાણ્યું અને માન્યું તથા જે પર્યાય જ્ઞાયકની છે એમાં જે જ્ઞાયક જણાય તે હું છું એમ જાણવાને બદલે જાણવાની પર્યાયમાં જે રાગ જણાય તે હું છું એમ માનનારા આત્મજ્ઞાન વિનાના મિથ્યાષ્ટિ છે.
આઠ આઠ વર્ષના બાળકો સમ્યગ્દર્શન પામે છે. આઠ આઠ વર્ષના રાજકુમારો હોય એ વનમાં ચાલી નીકળે. એ અંદરમાં (આત્મામાં) જવા માટે નીકળે, વનમાં જવા માટે નહીં. પ્રવચનસાર ચરણાનુયોગમાં શરૂઆતમાં આવે છે કે જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે સ્ત્રીની પાસે રજા માંગે છે. કહે છે કે:- સ્ત્રી ! આ શરીરને રમાડનારી રમણી! હવે મને જ્ઞાનજ્યોતિ પ્રગટી છે, એટલે હું મારી અનાદિ આનંદની અનુભૂતિની રમણી-જે અનાદિ વસ્તુ છે–તેની પાસે જવા માંગું છું. માટે તારાથી મારી છૂટ્ટી કર.
અહીં કહે છે કે જાણવાની પર્યાયમાં જે જાણનાર જણાય તે હું એમ અંતરમાં જવાને બદલે બહારમાં જે પરશેયરૂપ રાગ જણાય છે તે હું એમ વશ થયો તે અજ્ઞાની મૂઢ જીવને આત્મજ્ઞાન થતું નથી. તેથી આત્માને જાણ્યા વગર શ્રદ્ધાન શી રીતે થાય? જે વસ્તુ જ ખ્યાલમાં આવી નથી એને (આ આત્મા એમ) માનવામાં શી રીતે આવે? ભાઈ ! આ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૭–૧૮ ]
[ ૩૭
તો સંસારનો છેદ કેમ થાય એની વાત છે. અહો! આ સમયસાર અદ્વિતીય ચક્ષુ છે, અજોડ આંખ છે. ભરતક્ષેત્રની કેવળજ્ઞાનની આંખ છે. ભાગ્ય જગતનું કે આ સમયસાર રહી ગયું.
આ જાણનારો જણાય છે એવા આત્મજ્ઞાનના અભાવને લીધે આ જાણનારો જ્ઞાયક તે જ હું છું એવું શ્રદ્ધાન પણ ઉદય થતું નથી. એને સમક્તિ થતું નથી. રાગમાં એકત્વબુદ્ધિને લીધે નહિ જાણેલા ભગવાન શાયકસ્વરૂપ આત્માનું એને શ્રદ્ધાન-સમક્તિ થતું નથી. ત્યારે સમસ્ત અન્યભાવોના ભેદ વડે આત્મામાં નિઃશંક ઠરવામાં એને અસમર્થપણું છે. રાગથી ભિન્ન એવું આત્મજ્ઞાન અને શ્રદ્ધાન ન થયું તેથી જેમાં ઠરવું છે એ જણાયો નહિ. તેથી રાગથી ભિન્ન પડી ને આત્મામાં ઠરવાનું અસમર્થપણું હોવાથી એ રાગમાં ઠરશે. મિથ્યાદષ્ટિ ગમે તેટલા શુભભાવરૂપ ક્રિયાકાંડ કરે, મુનિપણું ધારે અને વ્રત-નિયમ પાળે તોપણ એ રાગમાં ઠરશે. આત્મજ્ઞાન-શ્રદ્વાન વિના એ બધી રાગની રમતોમાં રમે છે.
જુઓ, ત્રણેમાં (જ્ઞાન-શ્રદ્ધાન અને આચરણ ) ઉદય, ઉદય, ઉદય એમ કહ્યું છે. આત્મજ્ઞાન ઉદય થતું નથી તેથી તેનું શ્રદ્ધાન પણ ઉદય થતું નથી. એટલે આત્માનું આચરણ ઉદય નહિ થવાથી આત્માને સાધતું નથી. શ્રીમદ્દમાં (આત્મસિદ્ધિમાં ) “ ઉદય થાય ચારિત્રનો ” એ શબ્દો આવે છે. જેમકે:
''
વધ માન સમક્તિ થઈ, ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદવાસ.
,,
એ આ (આત્માના આચરણનો ) ઉદય. આ તો વ્રત કરો, સંયમ પાળો, ચારિત્ર પાળો તો તમને નિશ્ચય સમક્તિ થશે એવું કહેવાય છે. પણ અરેરે! રાગની એક્તામાં પડયો હોય તેથી પરિભ્રમણના ભાવ સેવે અને એનાથી અપરિભ્રમણની સમક્તિ દશા
પ્રગટ થાય એમ શી રીતે બને? ન જ બને. ભાઈ આ તો મૂળમાં જ વાંધા છે. એનું સમાધાન થઈ શકે નહીં. એ લોકો એમ કહે છે થોડી છૂટ અમે મૂકીએ અને થોડી છૂટ તમે મૂકો. એમ કે થોડું નિમિત્તથી થાય, વ્યવહારથી થાય અને થોડું ઉપાદાનથી થાય એમ સમાધાન કરીએ. પણ ભાઈ! વીતરાગના માર્ગમાં એમ ન ચાલે. “એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ.” એમાં છૂટ મૂકવાનો કયાં અવકાશ છે? ભાઈ! સંતો શું કહે છે એની તને ખબર નથી. દયા, દાન આદિ રાગનો એક કણિયો પણ આત્માને લાભ કરે એમ ત્રણકાળમાં બને નહીં. તથા નિમિત્ત ઉપાદાનના કાર્યકાળે હાજર હોય પણ નિમિત્ત ( ઉપાદાનનું ) કાર્ય કરે છે એમ ત્રણકાળમાં નથી. તો કહે છે-બે કારણ આવે છે ને? ભાઈ! બે કારણમાં એક (નિમિત્ત ) તો ઔપચારિક-આરોપિત કારણ કહ્યું છે. (તે અનેક પ્રકારે હોય છે) અને યથાર્થ કારણ એક (ઉપાદાન ) જ છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન છે એનું જેને જ્ઞાન જ થતું નથી તેને શ્રદ્ધા પણ થતી નથી અને શ્રદ્ધા વિના ભિન્ન પડીને નિ:શંકપણે સ્વરૂપમાં ઠરવારૂપ આત્માનું આચરણ થતું નથી. અરેરે ! આવું મનુષ્યપણું મળ્યું એમાં સત્યને સાંભળ્યું નહિ, સત્યની ઓળખાણ કરી નહિ તો એ સત્યમાં ઠરશે કે દિ? એ તો રાગમાં રહેશે. આમ આત્માનું આચરણ ઉદય નહિ પામવાથી તે આત્માને સાધતો નથી. રાગનું આચરણ કરે એટલે શુકલ લેશ્યાના પરિણામ વડ નવમી રૈવેયક જાય પણ આત્માને સાધે નહીં. આમ સાધ્ય આત્માની સિદ્ધિની અન્યથા અનુપપત્તિ છે. સાધ્ય જે ધ્યેય સિદ્ધપદ અર્થાત્ પૂર્ણ પવિત્ર મોક્ષદશા એની અન્યથા એટલે આ સિવાય (આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન-આચરણ સિવાય) બીજી રીતે ઉપપત્તિ-પ્રાપ્તિ નથી. અહીં સાધ્ય મોક્ષની પર્યાયને ધ્યેય કહ્યું એ તો ભવિષ્યમાં પ્રગટ કરવાની અપેક્ષાએ છે. વર્તમાન સાધનરૂપ પર્યાયનું આશ્રયરૂપ ધ્યેય તો ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકભાવ જ છે. બીજાનું (અન્ય દ્રવ્યનું) કરવું, ન કરવું એ આત્માના અધિકારની વાત નથી. આ તો પોતે કાં તો ઉંધાઈ કરે વા સવળાઈ કરે એટલી વાત છે.
* ગાથા ૧૭-૧૮ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ છે, બીજી રીતે નથી.” જુઓ, સાધ્ય એવી મોક્ષદશાની પ્રાપ્તિ નિશ્ચયરત્નત્રયથી છે, વ્યવહારરત્નત્રયથી નહીં. વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ તો વિકલ્પ (રાગ) છે. શાસ્ત્રનું વ્યવહાર જ્ઞાન અને વ્યવહારચારિત્ર એ વિકલ્પ છે. એનાથી સાધ્ય આત્માની સિદ્ધિ નથી. કેટલાક કહે છે કે અનેકાન્ત કરો : એટલે કે મોક્ષની પ્રાપ્તિ નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી થાય અને વ્યવહારથી પણ થાય. પરંતુ ભાઈ ! એ અનેકાન્ત નથી, એ તો ફૂદડીવાદ છે. નિશ્ચયથી છે અને વ્યવહારથી નથી એ અનેકાન્ત છે.
આમ સાધ્ય આત્માની સિદ્ધિ છે, બીજી રીતે નથી કારણ કે “પહેલાં તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું.” આ જાણનારો જે પર્યાયમાં જણાય છે તે હું છું એમ બરાબર જાણે ત્યારપછી તેની પ્રતીતિરૂપ શ્રદ્ધાન થાય. વિના જાણે શ્રદ્ધાન કોનું? પછી સમસ્ત અન્યભાવોથી–વિકલ્પમાત્રથી ભેદ કરીને પોતામાં સ્થિર થાય; એ પ્રમાણે સિદ્ધિ છે. પણ જો જાણે જ નહિ અર્થાત્ આત્માનું જ્ઞાન કરે જ નહિ તો શ્રદ્ધાન પણ ન થઈ શકે; તો સ્થિરતા શામાં કરે? તેથી બીજી રીતે સિદ્ધિ નથી એમ નિશ્ચય છે.
* કળશ ૨૦: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન *
જેમ મંદિર કરીને ઉપર કળશ ચઢાવે તેમ શ્રી અમૃતચંદ્રાચાર્યે ટીકા ઉપર પાછો કળશ ચઢાવ્યો છે:
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૭–૧૮ ]
[ ૩૯
આચાર્ય કહે છે કે- ‘અનંત ચૈતન્યવિદ્યું' અનંત (અવિનશ્વર ) ચૈતન્ય જેનું ચિહ્ન છે અર્થાત્ જાણવું, જાણવું, જાણવું એ જેનું લક્ષણ-એંધાણ છે એવી ‘વર્ આત્મબ્યોતિ:' આ આત્મજ્યોતિને ‘ સતતમ્ અનુભવામ:' અમે સતત-નિરંતર અનુભવીએ છીએ. અહાહા! સમયનો આંતરો પડયા વિના નિરંતર અમે આનંદનો નાથ જે ભગવાન જ્ઞાયક આત્મા તેને અનુભવીએ છીએ. અંદર જે સચ્ચિદાનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદના સ્વભાવે શક્તિપણે પડયો છે તે અતીન્દ્રિય આનંદસ્વરૂપને અમે સતત અનુભવીએ છીએ. જુઓ આ આત્માનું ચારિત્ર. ચૈતન્યસત્તાથી ભરેલો જે જ્ઞાયકભાવ આનંદથી ભરેલો ભગવાન આત્મા એનું જ્ઞાન અને શ્રદ્ધાન છે, ઉપરાંત આચરણમાં અંદર સ્થિરતા કરી એને અનુભવીએ છીએ. ‘યસ્માત્' કારણ કે ‘ન હતુ ન હતુ અન્યથા સાધ્યસિદ્ધિ:' તેના અનુભવ વિના સાધ્ય આત્માની સિદ્ધિ નથી. ભગવાન આત્માનું જ્ઞાન, એની સમ્યક્ શ્રદ્ધા અને એમાં ઠરવારૂપ ચારિત્ર એ વિના આત્માની સિદ્ધિ એટલે મુક્તિ નથી. વ્યવહા૨થી થાય અને નિમિત્તથી થાય એમ નથી.
કેવી છે આત્મજ્યોતિ ? ‘થન્ અપિ સમુપાત્તત્રિત્વમ્ અપિ પુર્ણતાયા: ' જેણે કોઈ પ્રકારે ત્રણપણું અંગીકાર કર્યું છે તોપણ જે એકપણાથી ચ્યુત થઈ નથી. પરિણમનની અપેક્ષાએ પર્યાયમાં ત્રણ પણું છે તોપણ એ ચૈતન્યજ્યોતિ સદા એક જ્ઞાયકપણે જ રહી છે. વળી તે ચૈતન્યજ્યોતિ ‘સત્ત્વમ્ સાન્દ્વત્' નિર્મળપણે ઉદય પામી રહી છે, ચૈતન્યના પ્રકાશથી પર્યાયમાં નિર્મળપણે પ્રકાશ પ્રસરી રહ્યો છે.
* કળશ ૨૦ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
,
· આચાર્ય કહે છે કે જેને કોઈ પ્રકારે પર્યાયદષ્ટિથી ત્રણપણું પ્રાપ્ત છે' :–શું કહે છે? કે આ આત્મા શુદ્ધ ચૈતન્યઘન ત્રિકાળ ધ્રુવ એકરૂપ છે એ તો સ્વભાવની વાત છે, પણ એને એ શુદ્ધ એકરૂપ ચૈતન્ય આનંદસ્વરૂપનાં પ્રતીતિ-શ્રદ્ધા, જ્ઞાન અને એમાં ૨મણતા એમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની જે પરિણતિ થાય તે પર્યાય અપેક્ષાએ ત્રણપણે પરિણમન છે. અહીં પર્યાયનું ત્રણપણે પરિણમન લીધું તે સમ્યગ્દર્શનાદિનું લીધું, વચ્ચે જે રાગ (મહાવ્રતાદિનો ) આવે તે લીધું નહિ; કેમ કે દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત, તપ વગેરેનો ભાવ આવે તે રાગ છે, ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી.
પ્રશ્ન:-એને વ્યવહારે ધર્મ કહ્યો છે ને?
ઉત્તર:-વ્યવહારે ધર્મ કહ્યો છે, પણ કોને? સમ્યગ્દષ્ટિને. જેને (દષ્ટિમાં ) રાગનો અભાવ છે, શુદ્ધ ચૈતન્યના આનંદના અમૃતનો સ્વાદ આવ્યો છે અને શાંતિ થોડી અંદર વધી છે એવા સમક્તિીને જે વ્રતાદિના વિકલ્પ હોય તેને વ્યવહારધર્મ, પુણ્યધર્મ કહ્યો છે. ભાઈ! આ તો જન્મ-મરણરહિત થવું હોય એની વાત છે. જેને હજુ સ્વર્ગના અને શેઠાઈના અને રાજા વગેરેના ભવ કરવાની હોંશ હોય એને માટે આ વાત નથી. એ ભવ સારા નથી પણ દુ:ખમય છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
ભાઈ ! સુખ શામાં છે એની તને ખબર નથી. શું સુખ પૈસામાં છે? સ્ત્રીના શરીરમાં છે? આબરૂમાં છે? પુણ્ય-પાપના ભાવ થાય એમાં છે? એમાં તો સુખ ધૂળેય (કાંઈ ) નથી. અહાહા ! સુખ તો ભગવાન આત્મા જે અનાકુળ આનંદના રસથી ભરેલો છે એમાં છે. આવી નિજસત્તાનો જેમને સ્વીકાર જ નથી તે ભલે કોઈ પુણ્ય કરે, એથી એને પુણ્યના ફળમાં સ્વર્ગાદિ (ભવ) મળે; પણ એ બધા દુઃખી છે, ચારગતિમાં રખડનારા છે. અહીં કહે છે કે એવા અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્માનાં દૃષ્ટિ, જ્ઞાન અને રમણતા કરતાં અતીન્દ્રિય નિરાકુળ આનંદ-સુખનો જે સ્વાદ આવે છે તે સ્વાદમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે સમાય છે. એમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિશ્ચય મોક્ષમાર્ગનું જે ત્રણપણે પરિણમન છે એ પર્યાયાર્થિકનયનો વિષય છે.
અત્યારે સંપ્રદાયમાં તો અજૈનને જૈનપણું મનાવી રહ્યા છે. શું થાય? ભક્તિવાળા એમ કહે છે કે ભગવાનની ભક્તિ કરતાં કરતાં ધર્મ થાય, દયા પાળનારા એમ કહે છે કે પરની દયા પાળતાં પાળતાં ધર્મ થાય, પૈસાવાળા એમ કહે છે કે પાંચ પચાસ લાખનું દાનમાં ખર્ચ કરીએ તો ધર્મ થાય. એ ત્રણે જૂઠા છે. ધર્મ તો વસ્તુનો સ્વભાવ છે. કહ્યું છે ને કે “વલ્થ સદાવો ઘમ્મી” ભગવાન આત્મા વસ્તુ જે ત્રિકાળ આનંદઘનસ્વભાવી છે એની દષ્ટિ કરીને, એનું જ્ઞાન કરીને એમાં રમણતા કરવી એ વસ્તુનો સ્વભાવરૂપ ધર્મ છે.
જેને આવા ધર્મની દૃષ્ટિ થઈ છે તેની પરિણતિમાં વર્તમાન પર્યાયદષ્ટિથી જોઈએ તો ત્રણપણું પ્રાપ્ત છે “તોપણ શુદ્ધ દ્રવ્યદૃષ્ટિથી જે એકપણાથી રહિત નથી થઈ...' અહાહા ! શુદ્ધ દ્રવ્યદૃષ્ટિથી આ ત્રિકાળી આનંદકંદ પ્રભુ આત્માને એકપણું છે એ અજ્ઞાનીને કેમ બેસે ? જ્યાં થોડીક અનુકૂળતા થાય, બહારમાં પાંચ પચાસ લાખનો સંયોગ થાય ત્યાં ખુશી ખુશી થઈ જાય એ રાંકાને આત્મા આનંદકંદ છે એ કેમ બેસે? પણ ભાઈ ! આ તો જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ સર્વજ્ઞ તીર્થંકરદેવે એમ કહ્યું છે કે તું અંદરમાં ત્રિકાળી એકરૂપ આનંદસ્વરૂપ જ્ઞાયક પરમાત્મતત્ત્વ છે. શુદ્ધ દ્રવ્યદૃષ્ટિથી જોતાં એ એકપણું, જ્ઞાયકપણું કદી છૂટું નથી. આવો માર્ગ કઠણ પડે, કેમ કે આખો દિવસ ધંધામાં પાપમાં જાય. ૭-૮ કલાક ઊંઘમાં જાય, ૧૦-૧૨ કલાક ધંધામાં જાય, ૨-૩ કલાક ખાવામાં જાય અને વખત મળે તો કોઈક દિવસ એકાદ કલાક સાંભળવામાં જાય. ત્યાં આવું સાંભળે કે વ્રત કરો, તપ કરો, ઉપવાસાદિ કરો, તેથી તમને ધર્મ થશે. અરેરે! બિચારાની જિંદગી લૂંટાઈ જાય છે. અહીં પરમાત્મા એમ કહે છે કે એ વ્રત, તપ, દયા, દાન, ભક્તિ આદિના ભાવ એ રાગના અને કષાયની મંદતાના ભાવ એ દુઃખના ભાવ છે.
જેમ સક્કરકંદમાં જે ઉપર લાલ પાતળી છાલ છે એ કાઢી નાખો તો બાકીનો આખો સક્કરકંદ મીઠાશનો પિંડ છે; એમ આ ભગવાન આત્મામાં પુણ્ય-પાપની વૃત્તિઓ, દયા, દાન, વ્રત આદિ વિકલ્પો એ છાલ છે. એની પાછળ જાઓ તો ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા આખો અતીન્દ્રિય આનંદનો કંદ છે. પણ શરીર અને પુણ્ય-પાપના વિકલ્પનું લક્ષ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૭-૧૮]
[ ૪૧
છોડી અંદરમાં ત્રણલોકનો નાથ આનંદકંદ ભગવાન વિરાજમાન છે તેનું લક્ષ કરતો નથી તેને આ કેમ બેસે? જેને એક બે બીડી પીએ તો ચેન પડે અને તો પાયખાને દસ્ત ઉતરે આવી તો રાંકાઈ છે તેને આ કેમ બેસે ? જેમ હરણની નાભિમાં કસ્તૂરી છે એની હરણને ખબર નથી; એને એમ લાગે કે આવી ગંધ બહારથી આવે છે એટલે બહારમાં રખડે છે. તેમ આ પરમાત્મા અંદર અતીન્દ્રિય આનંદનો રસકંદ પડ્યો છે એની એને ખબર નથી એટલે બિચારો બહારમાં આનંદ-સુખ માટે ફાંફા મારે છે.
અહાહા ! જેને અતીન્દ્રિય આનંદની એક ક્ષણમાં-સમ્યગ્દર્શનાદિ અનુભૂતિના સ્વાદમાં ઇન્દ્રના ઇન્દ્રાસનો અને ઇન્દ્રાણીના ભોગ સડેલાં કૂતરાં જેવાં (તુચ્છ, ફીકા) લાગે તેને ધર્મી કહીએ. આખો દિવસ રાગનાં ચૂંથણાં કર્યા કરે અને એમાં મજા-માણે એ તો મૂઢ છે. તેને ધર્મ કયાં છે? કદાચ પાપના પરિણામ છોડીને જરા પુણ્યભાવમાં આવે એટલે તો જાણે અમે કાંઈક છીએ એમ માનવા લાગે. લાખ બે લાખનું દાન કરે અને પત્થરની તક્તીમાં નામ મઢાવે કે ફલાણાની સ્મૃતિમાં ફલાણાએ દાન કર્યું, ઇત્યાદિ. ભાઈ ! આમાં તો દયા, દાનના પરિણામના પણ કયાં ઠેકાણાં છે? કદાચિત્ રાગની મંદતાથી દાન કરે તો પણ એ પુણ્યભાવ છે, ધર્મ નથી. એ પરિણામ દુઃખ છે, દુઃખરૂપ છે. અને આ પૈસાને સાચવવા અને બાયડી-છોકરાં-પરિવારને પોષવા ઇત્યાદિ તો એકલા પાપના પરિણામ છે, તીવ્ર દુઃખરૂપ છે. આ તો વીતરાગનો માર્ગ, ભાઈ ! અત્યારે તો બધા અધર્મના ઢસરડા કરીને એમ માને કે અમે ધર્મ કરીએ છીએ. પણ જન્મમરણરહિત ભગવાન આત્માના ભાન વિના માથે જન્મ-મરણની ડાંગ ઊભી છે, ભાઈ ! મોટા રાજા હોય તે મરીને નરકે જાય અને મોટા કરોડપતિ કે અબજોપતિ શેઠિયા હોય તે મરીને તિર્યંચમાં અવતરે-કૂતરીની કૂખે ગલુડિયાં થાય કે બકરીને પેટે લાવરાં થાય. માયા, કપટ આદિ ક્રિયાઓના ફળ એવાં જ હોય, બીજું કાંઈ ન હોય.
અહાહા ! વીતરાગદેવ પરમેશ્વર આમ કહે છે, નાથ! કે દ્રવ્યદૃષ્ટિથી એટલે વસ્તુની દષ્ટિથી જોઈએ તો તેનું એકપણું કદીય છૂટયું નથી. અને તે એક જ્ઞાયક ભગવાન આત્માને-પોતાને એકપણે અનુભવીને દૃષ્ટિ જ્ઞાન અને રમણતા કરે તેને પર્યાયદષ્ટિએ ત્રણપણું પ્રાપ્ત છે એમ જાણવામાં આવે છે. બસ આટલી એની (સત્તાની) મર્યાદા છે. બાકી એ (એની સત્તા) નથી. દયા, દાન આદિ પરિણામમાં, શરીર, મન કે વાણીમાં કે કુટુંબાદિ પરમાં એની સત્તાનો અંશ પણ નથી.
હવે કહે છે કે દ્રવ્યદૃષ્ટિથી જોતાં જે કદીય એકપણાથી રહિત થઈ નથી તથા જે અનંત ચૈતન્યસ્વરૂપ નિર્મળ ઉદયને પ્રાપ્ત થઈ રહી છે એવી આત્મજ્યોતિનો અમે નિરંતર અનુભવ કરીએ છીએ. અહાહા ! અવિનાશી જ્ઞાનસ્વરૂપ એ આત્મજ્યોતિ નિર્મળ પ્રકાશ વડે પર્યાયમાં પ્રગટ થઈ રહી છે. અમે નિરંતર એનો અનુભવ કરીએ છીએ એટલે પુણ્ય-પાપના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
વિકલ્પથી હઠી નિર્વિકલ્પ આનંદની પરિણતિને અમે સેવીએ છીએ. આ અનુભૂતિનિર્વિકલ્પ આનંદની અનુભૂતિ એ ધર્મ છે, સાક્ષાત્ ધર્મ છે. પણ દયા, દાન, પૂજા આદિ પરંપરા (ધર્મ) છે એમ નથી. પરંપરા ધર્મ કહ્યો છે ને? કહ્યો છે, પણ એ કોને લાગુ પડે? જેને રાગમાં ધર્મ છે એવી માન્યતા ટળી ગઈ છે અને આત્માનો આનંદ છે એ ધર્મ છે એવી દૃષ્ટિ થઈ છે એને શુભભાવ પરંપરા ધર્મ છે એમ લાગુ પડે છે; કેમ કે એણે અશુભ ટાળ્યું છે અને આત્માની દષ્ટિ વડે એ શુભ ટાળશે. પણ હજી જે શુભભાવમાં ધર્મ માને એને તો પરંપરા લાગુ પડતી નથી, કેમ કે એ તો મિથ્યાદષ્ટિ છે. માર્ગ જુદા છે, બાપા! બહારના બધા ડહાપણમાં ગુંચાઈને મરી જાય પણ અરેરે ! બિચારાને આ અંતરના ડહાપણની ખબર નથી. આચાર્યદેવે એ જ કહ્યું છે કે અમે નિરંતર આત્મજ્યોતિનો અનુભવ કરીએ છીએ કેમ કે એ અનુભવ વિના સાધ્ય આત્માની સિદ્ધિ નથી.
હવે કહે છે કે– આમ કહેવાથી એવો પણ આશય જાણવો કે જે સમ્યગ્દષ્ટિ પુરુષ છે તે, જેવો અમે અનુભવ કરીએ છીએ તેવો અનુભવ કરે. સમ્યગ્દષ્ટિને અતીંદ્રિય આનંદનો કંદ પ્રભુ આત્મા અનુભવમાં આવ્યો છે અને પ્રતીતિ થઈ છે. તને કહે છે કેબાપુ! તારે સાધ્ય જે સિદ્ધદશા તેની પ્રાપ્તિ કરવી હોય તો અનુભૂતિથી થશે. ધવલમાં આવે છે કે “નિરપેક્ષનયા: મિથ્યા: ” એક નય, બીજાની અપેક્ષા વિના મિથ્યા છે. એનો અર્થ એ કે રાગાદિભાવ જે છે એ વ્યવહારનય છે. એને એ જાણે છે અને એની ઉપેક્ષા કરીને સ્વની અપેક્ષામાં આવી જાય છે. ભાઈ! આ કાંઈ વાદવિવાદથી પાર પડે એવું નથી. બનારસીદાસ તો કહે છે કે “ સદ્દગુરુ કહે સહજકા ધંધા, વાદવિવાદ કરે સો અંધા ” આ તો સહજનો ધંધો છે. વસ્તુ સહજાનંદ સહજ સ્વભાવ છે. આત્મસિદ્ધિમાં આવે છે કેઃ
“ પાંચે ઉત્ત૨થી થઈ, આત્મા વિષે પ્રતીત,
થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. ”
આત્મા સહજ પ્રતીતિરૂપ સ્વભાવિક વસ્તુ અંદર છે. તેનાં દર્શન-જ્ઞાન-ચારિત્ર સહજપણે થાય છે–એમાં હઠ ન હોય. આવું સહજપણું જે સમ્યગ્દષ્ટિને શ્રદ્ધા-જ્ઞાનમાં આવ્યું છે તેણે આવો અનુભવ કરવો એ જ મોક્ષનો માર્ગ છે. આત્માના સાધ્યની સિદ્ધિ અનુભવથી થાય છે-કહ્યું છે ને કેઃ-(સમયસાર નાટકમાં ).
แ
અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ, અનુભવ મા૨ગ મોખકૌ, અનુભવ મોખ સરૂપ આ ભાવાર્થ થયો.
,,
* ગાથા ૧૭-૧૮ : ટીકા ( આગળનો અંશ ) ઉપરનું પ્રવચન * “ હવે, કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્યસ્વરૂપે છે, જુદો નથી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૭-૧૮]
[ ૪૩
તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે; તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે?” અહીં શિષ્ય એમ કહે છે કે આત્મા અને જ્ઞાન બને તસ્વરૂપ છે, એકરૂપ છે. જેમ સાકરને મીઠાશ તદ્રુપ છે, જુદાં નથી; જેમ અગ્નિ સ્વભાવવાન અને ઉષ્ણતા તેનો સ્વભાવ-એ બન્ને એકરૂપ છે, જુદાં નથી તેમ આત્મા સ્વભાવવાન અને જ્ઞાન તેનો સ્વભાવ-એ બન્ને એકરૂપ છે, જુદા નથી. આમ જ્ઞાન અને આત્મા બન્ને અભેદ છે, એકરૂપ છે, જુદા નથી. તેથી આત્મા સદાય જ્ઞાનને સેવે જ છે. તો પછી જ્ઞાનને સેવવો, આત્માને સેવવો-એમ તેને જ્ઞાનની ઉપાસના કરવાનો ઉપદેશ કેમ આપવામાં આવે છે?
તેનું સમાધાનઃ-તે એમ નથી,” કેમકે જ્ઞાન અને આત્મા અભેદ છે એવી (અનુભવરૂપ) પર્યાય પ્રગટ કરે તો સેવા કરી કહેવાય. ત્રણ વાત કરી છે ને? દ્રવ્ય તે આત્મા, જ્ઞાન તે સ્વભાવ અને એ સ્વભાવની એક્તા કરે તે સેવા એ પર્યાય. કેવી ગજબ શૈલી લીધી છે? કહે છે-“તે એમ નથી. જોકે આત્મા જ્ઞાન સાથે તાદાભ્યસ્વરૂપે છે તોપણ એક ક્ષણમાત્ર પણ જ્ઞાનને સેવતો નથી.' એટલે કે જ્ઞાન તે આત્મા એમ પર્યાયમાં એક્તા કરતો નથી તેથી જ્ઞાનને સેવતો નથી. લ્યો આ સેવા. ભગવાનની સેવા મૂકી દઈને આ સેવા તે સેવા છે. ભાઈ, ભગવાનની સેવાના ભાવ એ તો પુણ્ય છે, શુભભાવ છે (અશુદ્ધભાવ છે) અને આ નિજપરમાત્માની સેવા-એકાગ્રતા એ શુદ્ધભાવ છે, ધર્મ છે. એક સમયમાત્ર પણ જ્ઞાન તે આત્મા એવી અંતર અનુભવદેશા એણે કરી નથી એટલે એ જ્ઞાનને સેવતો જ નથી. એ તો પુણ્ય-પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ રાગને સેવે છે.
કર્તા-કર્મ અધિકાર, ગાથા ૬૯-૭૦ માં આવે છે કે – “આ આત્મા, જેમને તાદામ્યસિદ્ધ સંબંધ છે એવા આત્મા અને જ્ઞાનમાં વિશેષ (તફાવત, જુદાં લક્ષણો) નહિ હોવાથી તેમનો ભેદ (જુદાપણું) નહિ દેખતો થકો, નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે અને ત્યાં વર્તતો તે, જ્ઞાનક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી માટે, જાણે છે-જાણવારૂપ પરિણમે છે.” જાઓ, જ્ઞાન તે આત્મા એમ જ્ઞાનમાં પોતાપણે વર્તે તે જ્ઞાનનું-આત્માનું સેવન છે. જે આત્મા વસ્તુ છે તેની અસ્તિ-સત્તા જ્ઞાનસ્વભાવ સાથે તાદાભ્યરૂપે છે, પરંતુ તાદાભ્યરૂપે છે એવી દષ્ટિ કરીને પર્યાયમાં એની એકાગ્રતા કરતો નથી. તેથી તે ક્ષણમાત્ર પણ આત્માને સેવતો નથી. અહાહા ! પર્યાયને અંતર્મુખ વાળીને જ્ઞાન તે આત્મા એમ તદ્રુપસ્વરૂપમાં એકાગ્ર થઈ એને જાણે તો એણે જ્ઞાનની સેવા કરી કહેવાય. આ સિવાય બધી રાગની સેવા છે, પણ આત્માની સેવા નથી.
આ જ્ઞાનની ક્રિયા વિના આત્માની સેવા થતી નથી. ક્રિયા ત્રણ પ્રકારે છે:- (૧) જડની ક્રિયા-જડનું પરિણમવું, બદલવું તે. (૨) વિકારની ક્રિયા-દયા, દાન, વ્રતાદિના પરિણામ તથા હિંસા, જૂઠ, ચોરી આદિ તથા ક્રોધાદિના પરિણામ તે. (૩) જ્ઞાનની ક્રિયા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
-આ જે આત્મા છે તે જ્ઞાનસ્વરૂપ છે એમ તાદાભ્યપણે એમાં એકાગ્ર થવું તે જ્ઞાનની ક્રિયા, ધાર્મિક ક્રિયા. આવી વાત છે. અહીં કહે છે કે આત્મા અને જ્ઞાન એકરૂપ હોવા છતાં તે એકરૂપ છે એવી એણે પર્યાયમાં અનુભૂતિ નથી કરી. કેવી શૈલી ! આ તો સર્વજ્ઞ વીતરાગનો પંથ, બાપુ! આ કાંઈ સાધારણ વાત નથી.
સર્વજ્ઞ પરમેશ્વર એમ કહે છે કે આત્માનું જ્ઞાન સાથે છે તો તદ્રુપપણું જ તોપણ તદ્રુપ છે એવી પર્યાયમાં એણે પ્રતીતિ કયાં કરી છે? શિષ્ય પ્રશ્નમાં એમ તો કહે છે કે આત્મા અને જ્ઞાન તદ્રુપે જ છે. સાકર અને સાકરની મીઠાશ તતૂપે, છે તેથી મીઠાશને સેવે છે; નથી સેવતો એમ તમે કેમ કહો છો? સાંભળ, ભાઈ સાંભળ. સાકર અને તેની મીઠાશ છે તો તદ્રુપે, પણ એનો સ્વાદ આવે ત્યારે તદ્રુપે છે એમ સાચું થયું ને? એમ ગુણ (જ્ઞાન) અને ગુણી (આત્મા) છે એકરૂપ, પણ પર્યાયમાં એનો સ્વાદ આવે ત્યારે એની સેવના થઈ કહેવાય ને?
કોઈ કહે કે આ તે વળી કેવી વાત? જૈનમાં તો વળી આવી વાત હોય? આપણે જૈનમાં તો કંદમૂળ ન ખાવું, રાત્રે ચોવિહાર કરવો, સામાયિક કરવી, પ્રતિક્રમણ કરવું, પોસા કરવા, ઉપવાસ કરવા એવું આવે. અહીં કહે છે કે એ જૈનધર્મ જ નથી. એ તો રાગની-વિકારની ક્રિયાઓ છે. પર્યાયને અંતર્મુખ વાળી એકાગ્રતા કર્યા વિના જ્ઞાન અને આત્મા એકરૂપે છે એવી એને પ્રતીતિ ન થાય તેથી એણે આત્માની-જ્ઞાનની સેવા કરી જ નથી. દીન-દુ:ખિયાંની, દરિદ્રીઓની માનવસેવા કરવી કે ભગવાનની સેવા કરવી એની તો વાત જ નથી. અહીં તો ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવથી ભરેલો છે એવું જેણે અંતર્મુખ થઈને પર્યાયમાં જાણ્યું એણે આત્માની સેવા કરી કહેવાય અને એ જૈનધર્મ છે એની વાત છે.
છઠ્ઠી ગાથામાં “ઉપાસના'-સેવાની વાત આવે છે. પરદ્રવ્ય અને પરદ્રવ્યના ભાવોનું લક્ષ છોડી આત્માના જ્ઞાયકભાવનું સેવન-ઉપાસના કરે તો “શુદ્ધ' કહેવાય. વિકારનું લક્ષ છોડીને એમ ત્યાં નથી લીધું, પણ જે દ્રવ્યકર્મ છે તે પરદ્રવ્ય અને દ્રવ્યકર્મના ઉદયરૂપ ભાવ તે પરદ્રવ્યના ભાવો-એનું લક્ષ છોડીને એક જ્ઞાયકભાવ આત્મામાં એકાગ્ર થાય છે ત્યારે પર્યાયમાં આત્માની ઉપાસના-સેવા થાય છે. પરદ્રવ્યનું લક્ષ છોડી આત્મામાં લીન થયો એટલે વિકારનું લક્ષ પણ છૂટી ગયું એમ ત્યાં લીધું છે. એ દ્રવ્યની સેવાઉપાસના થાય ત્યારે વસ્તુ ત્રિકાળી “શુદ્ધ' છે એમ ખ્યાલમાં આવે છે. ત્રિકાળી “શુદ્ધ', “શુદ્ધ' છે એમ તો સૌ કોઈ કહે છે, પણ પર્યાયમાં અશુદ્ધતા છે એને કેમ ટાળવી એની ખબર ન હોય એટલે એ ત્રિકાળી “શુદ્ધ' છે એમ જાણ્યું જ નથી. આત્મા જે જ્ઞાયકસ્વભાવ શુદ્ધ છે એની પર્યાયમાં દષ્ટિ કરી અંતર્મુખ વળતાં એને જ્યારે શુદ્ધતાનું વેદન થાય ત્યારે વેદનમાં દ્રવ્ય આખું શુદ્ધ છે એમ આવે અને ત્યારે એણે “શુદ્ધ' માન્યો કહેવાય.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૭–૧૮ ]
[ ૪૫
માર્ગ તો આ છે. ભાઈ! પણ સંપ્રદાયવાળાને લાગે કે આ તે વળી કઈ જાતનો માર્ગ? નવો કાઢયો હશે ? અરે ભાઈ! તને ખબર નથી, બાપુ! આત્મા તો સર્વજ્ઞસ્વભાવી છે જ, પણ કોને ? જેણે અંતર્મુખ થઈ એમાં એકાગ્રતા કરી પ્રતીતિમાં લીધો એને. આત્મા સર્વજ્ઞસ્વભાવી છે એની સત્તાનો સ્વીકાર કોણે કર્યો? એ પર્યાય એ તરફ ઢળીને આ છે એમ જ્યારે જાણ્યું ત્યારે તે શ્રદ્ધામાં આવ્યો. ત્યારે એણે જ્ઞાનની-આત્માની સેવા કરી એમ યથાર્થ કહેવાય.
જોકે આત્મા જ્ઞાન સાથે તદ્રુપે છે તોપણ તે એક ક્ષણમાત્ર જ્ઞાનને સેવતો નથી, કેમકે પુણ્ય-પાપ, દયા, દાન, આદિ જે વિકલ્પ તે આત્મા એમ એની દષ્ટિ પર્યાયમાં પડી છે. જ્ઞાનની પર્યાય ગુલાંટ ખાઈને આ ‘જ્ઞાન તે આત્મા' એમ એણે કદી અનુભવ કર્યો જ નથી. બીજા લોકો આવી વાતો સાંભળીને રાડો પાડે છે હોં. બિચારા ! (કાયર છે તેથી કંપી ઊઠે છે) એકાન્ત છે, એકાન્ત છે એમ શોર કરે છે. પણ ભાઈ, એ સમ્યક્ એકાન્ત છે, ત્રિકાળી જ્ઞાયકસ્વભાવ આ છે એમ એ પર્યાય જાણ્યું ત્યારે સમ્યક્ એકાન્ત થયું. (સમ્યક્ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ થઈ.) ભાઈ ! નિજઘરમાં શુદ્ધચૈતન્યઘનમાં જુએ નહીં અને બહારથી રાડો પાડે; પણ એમ કાંઈ ચાલે?
પોતે વીતરાગસ્વરૂપ ભગવાન આત્મા છે. આ વીતરાગની આજ્ઞા છે. કળશટીકામાં આવે છે ને કે ‘બિનવવૃમિ મન્ત' એટલે જિનવચનનો કહેવાનો ભાવ વીતરાગતા છે. જિનવચનનું તાત્પર્ય વીતરાગતા છે. પંચાસ્તિકાય ગાથા ૧૭૨ માં સૂત્રતાત્પર્ય અને શાસ્ત્રતાત્પર્ય એમ બે વાત લીધી છે. સૂત્રતાત્પર્ય સૂત્ર પ્રમાણે છે અને શાસ્ત્રતાત્પર્ય વીતરાગતા છે એમ લીધું છે. ચારેય અનુયોગોનું તાત્પર્ય વીતરાગતા બતાવ્યું છે. હવે વીતરાગતા કયારે પ્રગટે? સ્વનો આશ્રય લઈને પ૨નો આશ્રય છોડે ત્યારે. જિનવચનમાં શુદ્ધદ્રવ્યાર્થિકનયે એક શુદ્ધાત્માને ઉપાદેય કહ્યો છે. એનો અર્થ એ કે વીતરાગભાવ કેમ પ્રગટ થાય એનો ઉપદેશ આપ્યો છે. પ૨ની અપેક્ષા છોડી એક શુદ્ધ જીવવસ્તુરૂપ સ્વમાં જાય ત્યારે વીતરાગતા થાય. સમજાણું કાંઈ? આ તો ૫૨માત્માનો ગહન માર્ગ, ભાઈ! અંદરથી ઉકેલ કર્યા વિના બહારથી વાદવિવાદ કરે કે આમ છે ને તેમ છે એમાં કાંઈ વળે નહિ.
હવે કેમ સેવતો નથી એનું કારણ આપતાં કહે છે કેઃ-‘કારણ કે સ્વયંબુદ્ધત્વ (પોતે પોતાની મેળે જાણવું તે) અથવા બોધિતબુદ્ધત્વ (બીજાના જણાવવાથી જાણવું તે)–એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે.' સ્વયંબુદ્ધત્વ એટલે હું શુદ્ધ જ્ઞાનવન ચૈતન્યસ્વરૂપી આત્મા છું એમ સ્વયં પોતાની મેળે સ્વ તરફ ઝૂકાવ થતાં જાણે તે. અને બોધિતબુદ્ધત્વ એટલે બીજા કોઈ ધર્માત્મા જ્ઞાનીના જણાવવાથી જાણે તે. સમક્તિ બે પ્રકારે થાય છે એમ આવે છે ને? ‘નિર્ણયાત્ અધિગમાત્ વા’ ધર્માત્મા જ્ઞાની એને કહે કે-ભાઈ તારી પુંજી મોટી. શુદ્ધ આત્મતત્ત્વ એ તારી પુંજી-નિધાન છે; ત્યાં જો ને. જેમાં તું નથી ત્યાં તું
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
જુએ છે, પણ જ્યાં તું આખો છે તેને જ ને. ત્યાં પછી એને દ્રવ્યદષ્ટિ થતાં પોતાને જાણે તે બોધિતબુદ્ધત્વ છે. આમ સ્વયંબુદ્ધત્વ અને બોધિતબુદ્ધત્વ-એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. કાં તો કાળલબ્ધિ આવે ત્યારે પોતે જ જાણી લે અથવા કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે જાણે-જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગે અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે.
પર્યાયમાં પોતાની મેળે જ જ્ઞાન તે આત્મા એવા જ્ઞાનની ઉત્પત્તિ થાય તે સ્વયં બુદ્ધત્વ અથવા કાળલબ્ધિ આવે ત્યારે થાય એ બે એક જ વાત છે. કાળલબ્ધિ એટલે શું? જે પર્યાયમાં-કાળમાં નિર્મળ સમ્યક્દશા થાય તે કાળલબ્ધિ. પણ એનું જ્ઞાન સાચું કોને થાય? જે જ્ઞાયકસ્વભાવની પ્રતીતિ અને અનુભવ કરે એને પર્યાયમાં આ કાળ પાક્યો એમ સાચું જ્ઞાન થાય. (પરકાળ સામે જોવાથી કાળલબ્ધિ ન થાય.)
સંપ્રદાયમાં એમ કહેતાં કે કેવળજ્ઞાનીએ દીઠું હશે તે દિવસે (સમકિત આદિ) થશે, આપણે શું પુરુષાર્થ કરીએ ? પરંતુ એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણે એવા કેવળજ્ઞાનની અતિ જગતમાં છે એનો સ્વીકાર કર્યા વિના દીઠું, જાણું એમ કોણે નક્કી કર્યું? કેવળજ્ઞાનની સત્તા જગતમાં હોવાપણે છે એનો નિર્ણય થયા વિના જે કેવળીએ દીઠું તે થાય એ કયાંથી આવ્યું? એ સર્વજ્ઞ ભગવાન કેવા છે, કેવડા છે ઇત્યાદિ શ્રદ્ધાનમાં બેસે એને જ “કેવળીએ દીઠું એમ થાય છે' નો સાચો નિર્ણય હોય છે. (કેવળીનો નિર્ણય અર્થાત્ કેવળજ્ઞાન પર્યાયનો નિર્ણય પૂર્ણ કેવળજ્ઞાન સ્વરૂપ આત્માની સન્મુખ થયા વિના થઈ શક્તો નથી. આમ જે સ્વભાવ સન્મુખ થઈ કેવળજ્ઞાનનો નિર્ણય કરે છે, તેનો મોહ અવશ્ય નાશ પામે છે. અને સમ્યકદર્શન થાય છે.)
પ્રવચનસાર ગાથા ૮૦ માં કહ્યું છે કે :
"जो जाणदि अरहंतं दव्वत्तगुणत्तपज्जयत्तेहिं। सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं।।''
જેણે અરિહંતની એક સમયની પર્યાયમાં કેવળજ્ઞાન છે એમ સ્વભાવ સન્મુખ થઈ નિર્ણય કર્યો તેણે કેવળજ્ઞાનનો સ્વીકાર કર્યો કહેવાય. કેવળજ્ઞાન જે એક સમયની પર્યાય છે એને જે જાણે એને ભવ રહી શકે નહિં. તે દિવસ સં. ૧૯૭ર માં આ ભાવ આવ્યો હતો. ત્યારે પ્રવચનસાર વાંચ્યું ન હતું.
કેવળજ્ઞાન એક સમયમાં એક ગુણની ( જ્ઞાનગુણની) પર્યાય જેની મુદ્દત એક સમય તે ત્રણ કાળ જાણે ! અહાહા ! સ્વયંભૂસ્તોત્રમાં સ્વામી સમતભદ્રાચાર્યે કહ્યું છે કે હે
નાથ !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૭–૧૮ ]
[ ૪૭
આપ સર્વજ્ઞ છો એમ અમે નિર્ણય કર્યો છે; કેમ કે આપની સર્વજ્ઞની પર્યાયમાં ભૂતવર્તમાન-ભાવિ પર્યાયો સહિત તથા એક સમયનો કાળ અને જગતના અનંતા દ્રવ્યોને એક સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સહિત આપે જાણ્યા, એક સમયમાં ત્રણનો નિર્ણય કર્યો. કાળ ત્રણ, અનંતા દ્રવ્યો ત્રણ (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય) સહિત અને સમય એકમાં (એક સમયમાં) આપે જાણ્યાં. આમ એક સમયમાં ત્રણ, સર્વજ્ઞ સિવાય કોઈ કહી શકે નહિ તેથી આપ સર્વજ્ઞ છો એમ અમે નિશ્ચય કર્યો છે. આ રીતે કેવળજ્ઞાનનો સ્વીકાર કર્યો કહેવાય.
હવે ફરીથી શિષ્ય પૂછે છે કે જ્ઞાનની ઉત્પત્તિ સ્વયંબુદ્ધત્વથી એટલે પોતે પોતાથી આત્મામાં જ્ઞાન અને આનંદની જાગૃતિ કરે અથવા બોધિતબુદ્ધત્વથી એટલે બીજો કોઈ સમજાવવાવાળો મળે ત્યારે સમજે–જો આમ છે તો જાણવાના કારણ પહેલાં શું આત્મા અજ્ઞાની જ છે કેમ કે તેને સદાય અપ્રતિબુદ્ધપણું છે?’ શિષ્યનો પ્રશ્ન એમ છે કે ભગવાન આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે એવું ભાન હજુ થયું નથી તો પહેલાંથી એ અજ્ઞાની છે, અપ્રતિબુદ્ધ છે? આત્મા તો જ્ઞાનસ્વરૂપી છે, જાણવાના સ્વભાવવાળો જ્ઞાનવાળો તો છે, તો પછી એને અજ્ઞાની કેમ કહેવાય ?
ઉત્ત૨:-એ વાત એમ જ છે, તે અજ્ઞાની જ છે. કેમ કે એણે આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે એવો અનુભવ કદી કર્યો નથી. અહાહા! વસ્તુ ત્રિકાળી જ્ઞાનસ્વભાવી હોવા છતાં ‘જ્ઞાન તે આત્મા’ એવો અનુભવ કર્યો નથી ત્યાંસુધી તે અજ્ઞાની અને મૂઢ છે. ચાહે તે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ લાખ-કરોડ–અનંતવાર કરે તોપણ અજ્ઞાની જ છે, કેમ કે એ તો શુભરાગ છે, ધર્મ નથી.
ધર્મ તો વસ્તુના સ્વભાવને કહે છે. કહ્યું છે ને કે-‘ વત્યુ સહાવો ધમ્મો' વસ્તુનો સ્વભાવ તે ધર્મ. વસ્તુ જે આત્મા છે તેમાં અનંતગુણો (ધર્મો) રહેલા છે, વસેલા છે. તેથી તેને વસ્તુ કહે છે. ગોમ્મટસારમાં આવે છે કે જેમાં અનંત ગુણ વસ્યા-રહેલા છે તેને વસ્તુ કહે છે. અહાહા! જ્ઞાન, આનંદ, શાંતિ, વીતરાગતા, સ્વચ્છતા, ઇશ્વરતા ઇત્યાદિ અનંતગુણ વસ્તુમાં વસેલા છે એવી અંતરદષ્ટિપૂર્વક સ્વીકાર, શ્રદ્ધા-પ્રતીતિ કરીને, અનંત-ગુણસંપન્ન ભગવાન આત્મા છે તેની તરફના ઝૂકાવથી-સ્વભાવસન્મુખતાથી એકતા થવી તેનું નામ ધર્મ છે. બાકી બધી વાતો છે, ભાઈ !
જ્યારે એ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા પોતે પોતાથી અંદરમાં એકાગ્ર થાય અથવા કોઈ સમજાવવાવાળો મળે તેનાથી અંદર એકાગ્ર થાય ત્યારે એ જ્ઞાની થાય છે. શિષ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
પૂછે છે કે એ જ્ઞાની થયા પહેલાં અજ્ઞાની હતો? તો કહે છે હા, એ અજ્ઞાની જ હતો. ભલે પછી એ દિગંબર સાધુ હોય, હજારો રાણીઓનો ત્યાગી હોય કે બાળબ્રહ્મચારી હોય; જ્યાં સુધી આત્માના જ્ઞાનની એક્તારૂપ ધર્મ ન કર્યો ત્યાંસુધી અજ્ઞાની જ છે.
વળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી (કયાં સુધી) અપ્રતિબુદ્ધ છે તે કહો, તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે -
[ પ્રવચન નંબર ૫૮ થી ૬૧
*
તારીખ ૨૭-૧-૭૬ થી ૩૦-૧-૭૬ ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૯
વળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી (કયાં સુધી) અપ્રતિબદ્ધ છે તે કહો. તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે:
कम्मे णोकम्मम्हि य अहमिदि अहकं च कम्म णोकम्म। जा एसा खलु बुद्धी अप्पडिबुद्धो हवदि ताव।।१९ ।।
कर्मणि नोकर्मणि चाहमित्यहकं च कर्म नोकर्म। यावदेषा खलु बुद्धिरप्रतिबुद्धो भवति तावत्।।१९ ।।
નોકર્મ-કર્મે “હું”, હુંમાં વળી “કર્મ ને નોકર્મ છે, -એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. ૧૯.
ગાથાર્થઃ- [ યાવત] જ્યાં સુધી આ આત્માને [ ળિ] જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, ભાવકર્મ [૨] અને [ નોળિ ] શરીર આદિ નોકર્મમાં [૬] “આ હું છું” [૨] અને [ $ ર્મ નોર્મ રૂતિ] હુંમાં (-આત્મામાં) “આ કર્મ-નોકર્મ છે – [gષા રહેતુ વૃદ્ધિઃ] એવી બુદ્ધિ છે, [ તાવત] ત્યાં સુધી [ કપ્રતિવુદ્ધ: ] આ આત્મા અપ્રતિબુદ્ધ [ ભવતિ] છે.
ટીકાઃ- જેવી રીતે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવોમાં તથા પહોળું તળિયું, પેટાળ આદિના આકારે પરિણત થયેલ પુદ્ગલના સ્કંધોમાં “આ ઘડો છે' એમ, અને ઘડામાં “આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવો તથા પહોળું તળિયું, પેટાળ આદિના આકારે પરિણત પુદ્ગલ-સ્કંધો છે” એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે, તેવી રીતે કર્મ-મોહ આદિ અંતરંગ પરિણામો તથા નોકર્મ-શરીર આદિ બાહ્ય વસ્તુઓ કે જેઓ (બધાં) પુદ્ગલના પરિણામ છે અને આત્માનો તિરસ્કાર કરનારા છે-તેમનામાં “આ હું છું” એમ અને આત્મામાં “આ કર્મ-મોટું આદિ અંતરંગ તથા નોકર્મ-શરીર આદિ બહિરંગ, આત્મ-તિરસ્કારી (આત્માનો તિરસ્કાર કરનારા ) પુગલ-પરિણામો છે” એમ વસ્તુના અભેદથી જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિબદ્ધ છે; અને જ્યારે કોઈ વખતે, જેમ રૂપી દર્પણની સ્વ-પરના આકારનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
(માલિની) कथमपि हि लभन्ते भेदविज्ञानमूलामचलितमनुभूतिं ये स्वतो वान्यतो वा। प्रतिफलननिमग्नानन्तभावस्वभावैMकुरवदविकाराः सन्ततं स्युस्त एव।। २१ ।।
પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જ્વાળા અગ્નિની છે તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતૃતા ( જ્ઞાતાપણું) જ છે અને કર્મ તથા નોકર્મ પુદ્ગલનાં છે એમ પોતાથી જ અથવા પરના ઉપદેશથી જેનું મૂળ ભેદવિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ (આત્મા) પ્રતિબદ્ધ થશે.
ભાવાર્થ- જેમ સ્પર્ધાદિમાં પુદ્ગલનો અને પુગલમાં સ્પર્ધાદિનો અનુભવ થાય છે અર્થાત બન્ને એકરૂપ અનુભવાય છે, તેમ જ્યાં સુધી આત્માને, કર્મ-નોકર્મમાં આત્માની અને આત્મામાં કર્મ-નોકર્મની ભ્રાંતિ થાય છે અર્થાત્ બન્ને એકરૂપ ભાસે છે, ત્યાં સુધી તો તે અપ્રતિબદ્ધ છે; અને જ્યારે તે એમ જાણે કે આત્મા તો જ્ઞાતા જ છે અને કર્મ-નોકર્મ પુદ્ગલનાં જ છે ત્યારે જ તે પ્રતિબદ્ધ થાય છે. જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય ત્યાં એમ જણાય છે કે “જ્વાળા તો અગ્નિમાં જ છે, અરીસામાં નથી પેઠી, અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા જ છે, તે પ્રમાણે “કર્મ-નોકર્મ પોતાના આત્મામાં નથી પઠાં; આત્માની જ્ઞાન-સ્વચ્છતા એવી જ છે કે જેમાં શેયનું પ્રતિબિંબ દેખાય; એ રીતે કર્મ-નોકર્મ જ્ઞય છે તે પ્રતિભાસે છે”—એવો ભેદજ્ઞાનરૂપ અનુભવ આત્માને કાં તો સ્વયમેવ થાય અથવા ઉપદેશથી થાય ત્યારે જ તે પ્રતિબદ્ધ થાય છે.
હવે, આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [ ] જે પુરુષો [ સ્વત: વા ન્યત: વા] પોતાથી જ અથવા પરના ઉપદેશથી [ 4થમ કપિ દિ] કોઈ પણ પ્રકારે [એવિજ્ઞાનમૂનામ] ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિકારણ છે એવી [માનિતમ્] અવિચળ (નિશ્ચળ) [મનુભૂતિમ] પોતાના આત્માની અનુભૂતિને [ નમન્ત ] પામે છે, [ તે ઈવ] તે જ પુરુષો [અરવલ્] દર્પણની જેમ [પ્રતિ –નિમ–મનન્ત–ભાવ-સ્વમાવૈ.] પોતામાં પ્રતિબિંબિત થયેલા અનંત ભાવોના સ્વભાવોથી [સત્તi] નિરંતર [વિIST:] વિકારરહિત [:] હોય છે, - જ્ઞાનમાં જે શેયોના આકાર પ્રતિભાસે છે તેમનાથી રાગાદિ વિકારને પ્રાપ્ત થતા નથી. ૨૧.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૯ ]
[ પ૧
ઉપોદઘાતઃ
હવે શિષ્યનો પ્રશ્ન છે કે-આત્મા કેટલા વખત સુધી અપ્રતિબદ્ધ રહે છે? મહારાજ! આપ આ આત્માને અનાદિથી અપ્રતિબદ્ધ કહો છો. તેણે અનંતવાર દયા, વ્રત, તપ, બ્રહ્મચર્ય, આદિ પાળ્યાં તોપણ આત્માનું સેવન કર્યું નથી એમ કહો છો તો હવે તે કયાં સુધી અપ્રતિબુદ્ધ રહેશે તે કહો. તેના ઉત્તરરૂપે ગાથાસૂત્ર કહે છે:
* ગાથા ૧૯: ટીકા ઉપરનું પ્રવચન * અમૃતચંદ્રાચાર્ય દષ્ટાંત આપે છે :-જેવી રીતે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવોમાં તથા પહોળું તળિયું, પેટાળ આદિના આકારે પરિણત થયેલ પુદ્ગલ સ્કંધોમાં, આ ઘડો છે” એમ, અને ઘડામાં “આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવો તથા પહોળું તળીયું, પેટાળ આદિના આકારે પરિણત પુદ્ગલ સ્કંધો છે” એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે; આ દષ્ટાંત થયું. તેવી રીતે કર્મ-મોહેં–શુભાશુભરાગ આદિ અંતરંગ પરિણામો તથા નોકર્મ-શરીરાદિ બાહ્ય વસ્તુઓ-એ બધાં પુદ્ગલનાં પરિણામ છે. જેમ સ્પર્શ, રસ, ગંધ, વર્ણમાં ઘડો છે અને ઘડામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે એમ પુણ્યપાપના અંતરંગ પરિણામ ભાવકર્મ અને જડકર્મ તથા નોકર્મ-શરીર, મન, વાણી આદિ બહિરંગ પુદ્ગલ પરિણામો છે. અહાહા ! અંદરમાં દયા, દાન, વ્રત, ભક્તિ આદિ જે રાગભાવ થાય તે બાહ્ય વસ્તુ છે, કેમ કે જેમ આત્મામાં જ્ઞાન અને આનંદ સ્વભાવ છે તેમ પુણ્ય-પાપના ભાવ તેનો સ્વભાવ નથી. એ આત્મા નથી.
ભગવાન આત્મામાં અંતરંગમાં જે પુણ્ય-પાપ દેખાય છે તે, જડ કર્મ તથા શરીરાદિ નોકર્મ-એ ત્રણેય પુદ્ગલપરિણામો આત્માનો તિરસ્કાર કરનારા છે. જાઓ, શુભ-અશુભભાવને પુદગલપરિણામ કહ્યા કેમકે તે આત્માનો અનાદર કરવાવાળા છે. જેઓ રાગની રુચિવાળા છે તેઓ આત્માનો અનાદર કરે છે. રાગભાવ જ આત્માનો અનાદર કરવાવાળો છે.
પુણ્ય-પાપરૂપ ભાવકર્મ, જડ દ્રવ્યકર્મ અને શરીરાદિ નોકર્મ એ ત્રણેય પુદ્ગલની જાત છે; ભગવાન આત્મા જ્ઞાનની જાત છે. પુણ્ય-પાપના ભાવમાં જ્ઞાનના અંશનો અભાવ છે. એ ત્રણેય પુદ્ગલપરિણામોનો ચૈતન્યભાવમાં અભાવ છે. એ ત્રણેય ભગવાન આત્માના પરિણામ નથી, કેમકે ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ હોવાથી એના પરિણામ જ્ઞાનરૂપ હોય; જ્યારે આ ત્રણેયમાં ચૈતન્યના અંશનો અભાવ છે. વ્યવહારરત્નત્રય એ શુભરાગ છે, એ પુદ્ગલના પરિણામ છે કેમકે એ (રાગ ) ચૈતન્યથી ખાલી છે. આવી વાત બહુ ભારે, ભાઈ. લોકોને તો એવું લાગે કે આ સોનગઢવાળાઓએ નિશ્ચયથી ધર્મ' એ નવો શોધ્યો. સહેલો સટ લઈને બેઠા છે. વ્રત અને તપમાં દુઃખ પડે, કષ્ટ પડે એટલે સહેલો ધર્મ કાઢયો. બસ આત્મા જાણો, આત્મા જાણો-એ ધર્મ. અરે ભગવાન! તું સાંભળ તો ખરો. પ્રભુ! તું આત્મા ચૈતન્યચમત્કાર વસ્તુ છે. એ ચૈતન્યચમત્કારમાં એકાગ્ર થવું એનું નામ ધર્મ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
છે. એ ચૈતન્યચમત્કારને છોડી જે દયા, દાન, વ્રતાદિ છે તે અચેતન છે. તે જ્ઞાનસ્વરૂપ ચૈતન્યની જાત નથી. સીધી સાદી ભાષા છે. વસ્તુ આવી છે, ભાઈ.
ઘડાના દષ્ટાંતે-એ પુણ્ય-પાપ આદિ ભાવકર્મ, અને દ્રવ્યકર્મ તથા શરીર, મન, વાણી આદિ નોકર્મ એ ત્રણેમાં આત્મા છે અને એ ત્રણેય ચીજ આત્મામાં છે એવી જેની માન્યતા છે તે મિથ્યાદષ્ટિ અજ્ઞાની-અપ્રતિબદ્ધ છે. પરસત્તાનું પોતામાં હોવાપણું માનવું એ મિથ્યાત્વભાવ છે. કોઈ કહે કે વ્યવહારથી (ધર્મ ) થાય. પણ ભાઈ, વ્યવહાર એ શુભરાગની ક્રિયા છે અને શુભરાગ છે એ અચેતન છે, પુદ્ગલપરિણામ છે. ચેતન આત્મા અચેતન પુદગલપરિણામમાં છે અને પુદ્ગલપરિણામ આત્મામાં છે એવી માન્યતા અજ્ઞાનીની છે. ભલે ને નગ્ન સાધુ કેમ ન હોય, રાગના પરિણામમાં હું છું અને મારામાં રાગના પરિણામ છે.”—એવી માન્યતા જો તેને હોય તો તે અજ્ઞાની છે, અપ્રતિબદ્ધ છે. અહાહા ! કર્મ-મોટું આદિ અંતરંગ પરિણામ એટલે મોહ-રાગ-દ્વેષાદિ ભાવકર્મ અને જડ કર્મ તથા નોકર્મ-શરીરાદિ-એ બધી બાહ્ય વસ્તુઓ છે. આ બાહ્ય વસ્તુમાં હું છું અને બાહ્ય વસ્તુ મારામાં છે એમ માનનાર બહિરાત્મા–મિથ્યાદષ્ટિ છે. અહો! આચાર્યદવે સને સમજાવનારી મીઠી અને મધુર ટીકા કરી છે.
ભગવાન! બહિરાત્મા કોને કહીએ અને અંતરાત્મા કોને કહીએ? કે જે અંદર રાગની ક્રિયાના પુણ્ય-પાપરૂપ, દયા, દાન, ભક્તિ, વ્રત આદિરૂપ ભાવ થાય છે તે પુગલ-પરિણામ છે અને બાહ્ય છે. તેમાં હું છું અને તેથી મને લાભ છે એમ માનનાર બહિરાત્મા છે. બહુ આકરું પડ. પેલા ભક્તિવાળા એમ કહે કે ભક્તિ કરો, એમ કરતાં કરતાં ધર્મ થશે; આ દયા પાળવાવાળા એમ કહે કે પરની દયા પાળો, તેથી ધર્મ થશે અને શરીરના બળિયા હોય તે એમ કહે ઉપવાસાદિ તપ કરો, એમ કરવાથી ધર્મ થશે. આ ત્રણે મંદરાગની ક્રિયા છે. આ મંદરાગની ક્રિયાથી લાભ માનનારા રાગની રુચિવાળા બહિરાત્મા છે, અજ્ઞાની છે.
અહાહા! અહીં તો દાંડી પીટીને કહેવાય છે કે ભગવાન જિનેન્દ્રદેવનો કહેલો ધર્મ એ અલૌકિક ચીજ છે. એવી ચીજ બીજે ક્યાંય નથી. પણ એના ઘરમાં ( દિગંબર જૈનમાં) જેણે જન્મ લીધો છે એને ય ખબર નથી. અહીં ત્રણ વાત કહે છે:-પુણ્યપાપરૂપભાવ એ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ જડ કર્મ અને શરીરાદિ નોકર્મ એ ત્રણેય પુદ્ગલપરિણામ છે, એક વાત. એ આત્માના તિરસ્કાર કરવાવાળા છે એ બીજી વાત અને આમ હોવા છતાં તેમાં હું છું અને એ પરિણામ મારામાં છે એમ વસ્તુના અભેદથી
જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિબદ્ધ છે, મિથ્યાદષ્ટિ છે. શું કહે છે? શુભરાગ આદિ પુદ્ગલ-પરિણામ છે. એ જીવસ્વભાવમાં તો નથી પણ જીવનો તિરસ્કાર કરવાવાળા છે. તેથી પુણ્યભાવ આદિ ભાવકર્મ તથા શરીર, મન, વાણી, સ્ત્રી, કુટુંબ, પરિવાર આદિ નોકર્મનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૯]
[ ૫૩
પ્રેમ આદર કરીશ વા તેથી પોતાને લાભ છે એમ માનીશ તો ભગવાન આત્માનો અનાદર થશે. આ ત્રણેયમાં અભેદપણે અનુભૂતિ એ તો મિથ્યાદર્શન છે, અજ્ઞાન છે.
પ્રશ્ન:-અનુભૂતિ છે તોપણ અજ્ઞાની?
ઉત્તર-એ અનુભૂતિ છે એમાં શું? એ તો જડની અનુભૂતિ છે. (અજ્ઞાન છે ) એને અનુભૂતિ કહેતા જ નથી. અનુભૂતિ એટલે અનુભવવું, થવું. અને અનુસરીને થવું, પરિણમવું. એટલે પોતાના દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવને અનુસરીને થવું-પરિણમવું તેને આત્માની અનુભૂતિ કહે છે. પરંતુ જડને, રાગને અનુસરીને થવું-પરિણમવું એ આત્માની અનુભૂતિ નથી. પહેલાં બીજી ગાથામાં આ આવી ગયું છે.
આહાહા! શું કહ્યું? જડકર્મ અને શરીરાદિ નોકર્મ એ તો પુદ્ગલપરિણામ છે જ. પણ આ આત્મા જે એક જ્ઞાયકભાવ જ્ઞાતાદ્રષ્ટા ચૈતન્યચમત્કાર વસ્તુ છે તેમાં થતા ક્ષણિક પુણ્ય-પાપના જે ભાવ તે પણ પુદ્ગલપરિણામ છે, અચેતન છે. એ ચૈતન્યચમત્કાર જ્ઞાયક-ભાવરૂપ આત્મા એક વસ્તુ અને પુણ્ય-પાપના ભાવ એ બીજી વસ્તુ. આ બે વસ્તુ ભિન્ન હોવા છતાં દૃષ્ટિમાં જ્યાં સુધી બન્નેમાં એકપણાની અભેદબુદ્ધિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિબુદ્ધ-અજ્ઞાની છે, પછી ભલે લાખો શાસ્ત્રો ભણ્યો હોય.
અહીં કોઈ કહે કે આમાં જરા ઢીલું કરો. થોડો રાગથી લાભ થાય અને થોડો રાગથી લાભ ન થાય એમ સ્યાદ્વાદ કરો. તો આપણે બધા એક થઈ જઈએ. પણ ભાઈ, આમાં ઢીલું મૂકવાનો પ્રશ્ન જ કયાં છે? ત્રિલોકીનાથ ભગવાન અને સંતો જાહેર કરે છે કે તું ચૈતન્ય ચમત્કારી વસ્તુ છે. તારામાં ચૈતન્ય ચમત્કારની ઈશ્વરતા ભરેલી છે. એવા નિજ આત્મસ્વરૂપને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવરૂપ જાણે અને માને, એ શુભભાવો મારા છે અને એથી મને લાભ (ધર્મ) થશે એમ માને તો મિથ્યાષ્ટિ, અજ્ઞાની છે, મૂઢ છે, જૈન નથી.
નવા માણસને જરા આકરું લાગે. પહેલાં સાંભળ્યું હોય ને કે વ્રત, તપ, જાત્રા આદિ કરો એટલે ધર્મ થઈ જશે. પણ કોઈની જાત્રા, ભાઈ ? બહારની કે અંદરની ? તીર્થે જાઓ પણ કર્યું તીર્થ? આત્માની અંદર કે આત્માની બહાર? કાંઈ ખબર ન મળે બિચારાને. ભગવાન આત્મા સ્વયં તીર્થરૂપ-દેવરૂપે છે. એ પરમાનંદસ્વભાવવાળું દ્રવ્ય છે. તેમાં અંદર જાત્રા કરે-અંદર જાય એ ધર્મ છે. બહારની જાત્રા એ તો રાગની ક્રિયા છે. એ રાગક્રિયા જે આત્માનો તિરસ્કાર કરવાવાળી છે એનાથી લાભ થશે એવી માન્યતા તો અપ્રતિબુદ્ધ-અજૈનની છે. ભાઈ ! વ્રત, તપ આદિ શુભભાવ એ તો પુગલના પરિણામ છે, અચેતન છે. જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય એ ભાવ પુદગલપરિણામ છે, અચેતન છે. એમાં ચૈતન્યની જાત નથી. તેથી એ શુભરાગાદિ ભાવકર્મ, દ્રવ્યકર્મ તથા શરીરાદિ નોકર્મ એ બાહ્ય વસ્તુઓ સાથે જ્યાં સુધી એકપણાની અભેદપણે અનુભૂતિ છે ત્યાંસુધી તે અપ્રતિબદ્ધ છે, બહિરાત્મા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
છે. તથા એ ત્રણેય પુદ્ગલપરિણામો બાહ્ય ચીજ હોવાથી મારા પોતાનામાં નથી એમ માની જે પોતાનો દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવરૂપ એક જ્ઞાયકભાવ આત્મા છે તેવી શ્રદ્ધા કરી તેની સાથે જ એકપણાની નિર્મળ જ્ઞાન, આનંદની અનુભૂતિ કરે તે અંતરાત્મા છે. પોતાના દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિની પૂર્ણદશા પ્રગટ થવી એ પરમાત્મા છે. આ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માની વ્યાખ્યા છે.
પહેલાં ઘડાનું દષ્ટાંત આપ્યું. હવે દર્પણનું દષ્ટાંત આપીને સમજાવે છે. “જેમ રૂપી દર્પણની સ્વ-પરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા
જ્વાળા અગ્નિની છે. શું કહે છે? જ્યારે દર્પણની સામે અગ્નિ હોય ત્યારે દર્પણમાં જે પ્રતિબિંબ (અગ્નિ જેવો આકાર) દેખાય છે તે દર્પણની સ્વચ્છતાની પર્યાય છે, પણ અગ્નિની પર્યાય નથી. જે બહારમાં જ્વાળા અને ઉષ્ણતા છે તે અગ્નિનાં છે. પરંતુ દર્પણમાં જે પ્રતિબિંબ દેખાય છે તે તો દર્પણની સ્વ-પરના આકારનો-સ્વરૂપનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે. “તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતૃતા (જ્ઞાતાપણું) જ છે અને કર્મ તથા નોકર્મ પુદ્ગલનાં છે.” શું કહે છે? રાગ-દયા, દાન, પુણ્ય-પાપ આદિ જે વિકલ્પ એના આકારે એટલે જ્ઞયાકારે જ્ઞાન થયું એ તો જ્ઞાનની પર્યાય છે, પણ રાગની નથી. જેમ અગ્નિની પર્યાય અગ્નિમાં રહી, પણ તેનો આકાર (પ્રતિબિંબ) જે અરીસામાં દેખાય છે તે અગ્નિની પર્યાય નથી પણ એ તો અરીસાની સ્વચ્છતાની આકૃતિની પર્યાય છે, તેમ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે એ શેયાકાર સ્વનું જ્ઞાન કરે છે અને દયા, દાન, વ્રત, આદિ વિકલ્પનું જ્ઞાન કરે છે. એ પરનું જ્ઞાન થાય છે એ પોતાની પર્યાયમાં થાય છે. એ પરનું જ્ઞાન પરમાં તો થતું નથી, પણ પરને લીધે પણ થતું નથી. પોતાના જ્ઞાનની સ્વચ્છત્વ શક્તિને લીધે થાય છે.
સ્વનું જ્ઞાન થવું અને પર-રાગનું જ્ઞાન થવું એ તો પોતાની જ્ઞાનની પરિણતિનો સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે. રાગ છે તો રાગનું જ્ઞાન થયું એમ નથી. પરંતુ તે સમયે પોતાની જ્ઞાનની પર્યાય સ્વયે રાગના જ્ઞયાકારરૂપે પરિણમતી થકી જ્ઞાનાકારરૂપ થઈ છે. તે પોતાથી થઈ છે, પોતામાં થઈ છે, પરથી (શયથી) નહીં. અરૂપી આત્માને તો પોતાને અને પરની જાણવાવાળી જ્ઞાતૃતા છે. એ જ્ઞાતૃતા પોતાની છે, પોતાથી સહજ છે, રાગથી નહિ અને રાગની પણ નહીં. એ રાગ છે તો જ્ઞાતૃતા ( જાણપણું) છે એમ નથી. વસ્તુનું સહજસ્વરૂપ જ આવું છે. અહો! આચાર્યદવે મીઠી, મધુરી ભાષામાં વસ્તુ ભિન્ન પાડીને બતાવી છે. એમાં ઠર તો તારું કલ્યાણ થશે.
જેમ રૂપી દર્પણની સ્વચ્છતામાં સ્વ-પરનો પ્રતિભાસ કરવાની પોતાની શક્તિ છે તેમ જ્ઞાનની પર્યાયમાં પોતાનું જ્ઞાન થવું અને પર એવા વ્યવહારરત્નત્રયનું જ્ઞાન થવું એ
સ્વપરનું જાણવારૂપ પરિણમન થવું એ પોતાની શક્તિના કારણે છે, પણ રાગના (વ્યવહારરત્નત્રયના) કારણે નહિ અને રાગમાં પણ નહિ. ૧૨ મી ગાથમાં આવે છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૯ ]
[ ૫૫
ને કે તે કાળે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. (વ્યવહારનયો પરિજ્ઞાયમ નસ્તવાવે પ્રયોબનવાન્') એનું સ્પષ્ટીકરણ છે. પોતાની જ્ઞાનની પર્યાય પોતાને જાણે છે અને રાગને જાણે છે. રાગ છે તો જાણે છે એમ નથી, પણ તે કાળે પોતાની જ્ઞાનપર્યાય જ એવી સ્વ-૫૨પ્રકાશક પ્રગટ થાય છે. આવો માર્ગ, ભાઈ. હવે આ વાણિયાને વેપાર ક૨વો, બાયડી–છોકરાંનું કરવું કે આવું સાંભળવા બેસવું? ધૂળમાંય વેપારાદિ કરતો નથી; એ તો રાગ અને દ્વેષ કરે છે શું વેપાર કરી શકે છે? પરની ક્રિયા કરી શકે છે? ના. એ (૫૨) તો જડ છે.
ઘડાનું દૃષ્ટાંત પહેલાં દઈને હવે દર્પણનું દૃષ્ટાંત આપ્યું. ઘડાના દૃષ્ટાંતમાં તો જેમ વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં ઘડો છે અને ઘડામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે તેમ પુણ્યપાપમાં હું છું અને મારામાં એ છે એવી અનુભૂતિ એ અજ્ઞાન છે એમ કહ્યું. આમાં કહે છે કે લોકાલોક છે તો કેવળજ્ઞાનની પર્યાય છે એમ નથી. જ્ઞાનની સ્વપરપ્રકાશક પરિણતિ એ પોતાની પોતાના સ્વભાવથી થાય છે, લોકાલોકથી નહીં. સ્વ-૫૨નો પ્રતિભાસ થવો એ પોતાનું સહજ સામર્થ્ય છે. ૫૨ છે તો ૫રનો પ્રકાશ થાય છે એમ નથી. આત્માની તો સ્વપરને જાણનારી જ્ઞાતૃતા છે અને કર્મ અને નોકર્મ પુદ્દગલનાં જ છે એમ જણાય છે. રાગાદિ કર્મ અને શરીરાદિ નોકર્મ પુદ્દગલનાં છે એમ પોતાથી જાણે અથવા પરના ઉપદેશથી. જેનું મૂળ ભેદવજ્ઞાન છે-એટલે રાગથી અને શરીરાદિ પરથી ભિન્ન પડવું એ જેના મૂળમાં છે–એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ આત્મા પ્રતિબુદ્ધ થશે.
* કળશ ૧૯ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
જેમ સ્પર્શાદિમાં પુદ્દગલનો અને પુદ્ગલમાં સ્પર્શાદિનો અનુભવ થાય છે અર્થાત્ બન્ને (ઘડાના દષ્ટાંતની જેમ) એકરૂપ અનુભવાય છે તેમ જ્યાંસુધી આત્માને કર્મ-જડ કર્મ અને અંતરંગ રાગાદિ ભાવકર્મ અને નોકર્મ-શરીર, મન, વાણી ઇત્યાદિમાં આત્માની અને આત્મામાં કર્મ-નોકર્મની ભ્રાંતિ થાય છે ત્યાંસુધી તે અપ્રતિબુદ્ધ છે.
ભગવાન આનંદસ્વરૂપ જ્ઞાયક આત્મા છે. એને આ રાગ તે હું છું અને એ રાગ મારામાં છે એવી ભ્રાંતિ છે ત્યાંસુધી એ મિથ્યાદષ્ટિ છે. હવે કેટલાક કહે છે કે વ્યવહાર રાગ કરતાં કરતાં આત્માની અનુભૂતિ-નિશ્ચય થાય, પણ એમ નથી. એ રાગ તો વિકલ્પરૂપ છે. અને આત્મા તો નિર્વિકલ્પરૂપ આનંદકંદ છે. આત્મા તો શુદ્ધ પવિત્ર આનંદઘન જ્ઞાયકરૂપ છે. અને વ્યવહારના શુભભાવ તો જડસ્વભાવી, અશુદ્ધ, અપવિત્ર અને દુઃખરૂપ છે. તેથી આત્મા તે રાગ છે અને રાગ તે આત્મામાં છે એવી એકપણાની માન્યતા ભ્રમ છે. જ્યાંસુધી બન્ને એકરૂપ ભાસે ત્યાંસુધી તે અજ્ઞાની-અપ્રતિબુદ્ધ છે. પુણ્ય-પાપના ભાવ સ્વરૂપમાં તો નથી, એ તો સ્વરૂપનો તિરસ્કાર કરવાવાળા-અનાદર કરવાવાળા છે. આમ છે તોપણ એ પોતાપણે એકરૂપ ભાસે એ અજ્ઞાન છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ ].
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
હવે જ્યારે તે એમ જાણે છે કે આત્મા તો જ્ઞાતા જ છે અને કર્મ-નોકર્મ પુગલનાં જ છે ત્યારે જ તે પ્રતિબદ્ધ થાય છે. શું કહ્યું? કે આ જાણનાર, જાણનાર છે તે જ આત્મા છે. જે આ જાણે છે તે જ આત્મા છે. અને પર તરફના લક્ષે ઉત્પન્ન થએલાં રાગાદિ ભાવકર્મ અને શરીર, મન, વાણી ઇત્યાદિ નોકર્મ એ પુદ્ગલના જ છે. જુઓ, આ પૈસા, બાયડી, છોકરાં, વેપારંધધો એ તો બહુ દૂર રહી ગયા. એ તો બધી પુદગલની પર્યાયની જ જાત છે. અહીં તો દયા, દાન, વ્રતાદિ વિકલ્પ ઊઠે એ પણ પુદગલના જ છે એમ વાત છે. એ ચૈતન્ય-જ્ઞાયકની સત્તામાં-જ્ઞાયકના હોવાપણામાં એ રાગની સત્તા નથી અને રાગની સત્તામાં ભગવાન જ્ઞાયકની સત્તા નથી. એમ શરીરની સત્તામાં આત્માની સત્તા નથી અને આત્માના હોવાપણામાં શરીરની સત્તા નથી. ભગવાનની ભક્તિ થાય, વ્રત અને તપનો વિકલ્પ આવે ઉપવાસ કરું, બ્રહ્મચર્ય પાળું એવો શુભરાગ આવે એ બધા શુભરાગની સત્તામાં ચૈતન્યસ્વરૂપ આત્મા નથી અને ચૈતન્યસ્વરૂપ આત્મામાં એ શુભરાગની સત્તા નથી. આવું જ્યારે ભેદજ્ઞાન થાય ત્યારે તે પ્રતિબદ્ધ થાય છે. લ્યો, આમ રાગાદિથી ભેદ કરી જ્ઞાયકમાં એકપણે એકાગ્રતા કરે ત્યારે પ્રતિબદ્ધ થાય છે.
જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય ત્યાં એમ જણાય છે કે-જ્વાળા તો અગ્નિમાં જ છે; અરીસામાં નથી પેઠી. અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા જ છે. શું કહે છે? તેમાં જે અગ્નિની જ્વાળા (પ્રતિબિંબ ) દેખાય છે તે જ્વાળા અગ્નિની નથી અને અગ્નિથી પણ નથી. એ તો અરીસાની સ્વચ્છતાની દશા છે. એ (એ અરીસાના સ્વભાવને કારણે છે) અરીસાની સ્વચ્છતાનો સ્વભાવ જ એવો છે કે તે પોતાની સ્વચ્છતાને બતાવે અને સામે ચીજ છે એનો જે પોતામાં પ્રતિભાસ થાય એને પણ બતાવે. ખરેખર અરીસામાં જે દેખાય છે એ જ્વાળા નથી પણ એ તો અરીસાની સ્વચ્છતા છે. સામે બરફ હોય અને પીગળતો જાય એ અરીસામાં દેખાય છે. એ બરફને લઈને નથી કે બરફ એમાં છે એમ પણ નથી. ત્યાં તો અરીસાની સ્વચ્છતાનું જ અસ્તિત્વ છે, બરફનું નથી. તેમ જેની સત્તામાં હોવાપણામાં આનંદ અને જ્ઞાન ભર્યું છે તેમાં રાગનું જે જ્ઞાન થાય એ જ્ઞાન એની પોતાની સત્તામાં છે, પણ રાગ એની સત્તામાં નથી. ભગવાન આત્મા જ્ઞાયકજ્યોતિ ચૈતન્યઅરીસો છે. એમાં શુભાશુભભાવની વૃત્તિઓ જે છે તેનો પ્રતિભાસ-જ્ઞાન થાય, એ જ્ઞાનનું અસ્તિત્વ તો પોતામાં છે, પણ શુભાશુભભાવની વૃત્તિઓનું અસ્તિત્વ આત્મામાં નથી. એ જ્ઞાનમાં એ (શુભાશુભભાવની વૃત્તિઓ) જણાય અને આત્મા જણાય, પણ પરને (શુભાશુભભાવની વૃત્તિઓને) લઈને જ્ઞાનનું અસ્તિત્વ છે એમ નથી. એ રાગ છે માટે રાગનું અહીં જ્ઞાન થયું એમ નથી.
ઝીણો માર્ગ, ભાઈ ! સંપ્રદાયના માણસો નવા આવે એમને થાય કે આ તે શું કહે છે? આવો ધર્મ? બાપા ! જિનેશ્વરના માર્ગનો ધર્મ તો આવો છે. ચૈતન્યબિંબ પડયું છે ને અંદર ! તેમાં સામી જે ચીજ છે એ પ્રકારના ( જ્ઞયના) જ્ઞાનરૂપે પરિણમવું,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૯]
[ ૫૭
એને જાણવું એ તો પર્યાયનો તે ક્ષણનો ધર્મ છે. ખરેખર તો એ ય સંબંધી પોતાની જે જ્ઞાનની પરિણતિ એને એ જાણે છે. આ બધા (અજ્ઞાની) કહે છે કે દેવ-ગુરુની ભક્તિ કરો, તેથી એમાંથી માર્ગ મળી જશે. અહીં કહે છે કે ભક્તિ એ રાગ છે. એ રાગ જે થાય તે જ સમયનું જ્ઞાન સ્વ અને પરને જાણતું પરિણમે એવી પર્યાયની તાકાતથી એ રાગને જાણી રહ્યું છે. રાગને જાણી રહ્યું છે એ પણ વ્યવહારથી છે. નિશ્ચયથી તો રાગ સંબંધી જ્ઞાન અને પોતા સંબંધી જ્ઞાનને જાણી રહ્યું છે. મૂળ વાત-પ્રથમ દશા સમજાય નહિ અને પછી ચારિત્ર અને વ્રત કયાંથી આવે ? મૂળ એકડા વિનાનાં મીંડાં શા કામના ?
ભગવાન આત્મા જ્ઞાયકભાવસ્વભાવરૂપ છે. એમાં વ્યવહારરત્નત્રયનો જે રાગ થાય તે રાગસંબંધીનું પણ તે કાળે પોતાનું જ્ઞાન પરિણમે છે. એ યાકારે પરિણમે છે એમ કહેવું તે વ્યવહાર અને એ જ્ઞાનાકારે થઈ રહ્યું છે એ નિશ્ચય છે. ભાઈ ! અહીં તો તળિયે-વસ્તુના તળમાં જાય તો પત્તો ખાય એવું છે. કોઈ ને એમ લાગે કે આ તો નિશ્ચયાભાસ છે. ભગવાન! તને સ્વભાવની સત્તાની ખબર નથી. ભગવાન આત્માની જ્ઞાનસત્તા જ્ઞાનના હોવાપણે છે. એમાં વ્યવહારના જે વિકલ્પ ઊઠે એ સંબંધીનું જ્ઞાન થવું તે તે કાળે જ્ઞાનની પરિણતિના સ્વભાવથી થાય છે, પણ રાગને લીધે નહિ. તે કાળે સ્વપરને જાણવાની પરિણતિ પોતાના અસ્તિત્વને લઈને ઊભી થાય છે, પણ રાગને લઈને નહિ. ભગવાન આત્માનો સ્વ-પરને પ્રકાશવાના સામર્થ્યવાળો ચૈતન્યપ્રકાશ જ એવો છે કે જેમ અરીસામાં સામેની ચીજ-બિંબનું પ્રતિબિંબ દેખાય છે તેમ જ્ઞાનમાં રાગાદિ કર્મ-નોકર્મ જે શય છે તે પ્રતિભાસે છે. તેથી રાગને કાળે રાગનું જે જ્ઞાન થાય એ રાગને લઈને નહિ પણ જ્ઞાનના સ્વપરપ્રકાશક સામર્થ્યને લઈને એ જ્ઞાન થાય છે.
જ્યારે રાગનું જ્ઞાન રાગને લઈને નથી તો પછી રાગથી ( રાગ કરતાં કરતાં) આત્માની નિર્મળદશા કેમ પ્રગટ થાય? શુભરાગ-વ્યવહાર સાધન (કારણ) અને નિર્મળદશા કાર્ય એમ શી રીતે થાય? ન જ થાય.
પ્રશ્ન:-વ્યવહારને સાધન કહ્યું છે ને?
ઉત્તર:-એ તો બીજી રીતે કહ્યું છે. (નિશ્ચય) સાધનની જોડે બીજી ચીજ (વ્યવહાર) છે એને આરોપ કરીને સાધન કહ્યું છે, પણ ખરેખર એ સાધન નથી. શુભરાગ-વ્યવહાર છે એ નિશ્ચયને સાધે છે, વ્યવહારથી નિશ્ચય થાય છે, વ્યવહાર જે રાગ છે એનાથી વીતરાગતા થાય છે, વ્યવહાર જે દુઃખ છે એનાથી સુખ થાય છે”—એમ નથી, ભાઈ ! ( એ તો બધાં વ્યવહારનાં કથન છે).
ભાઈ ! તારા જ્ઞાનનું સામર્થ્ય કોઈ અચિત્ત્વ છે. જે કાળ જેવા રાગાદિ (શય) હોય તેવું જ જ્ઞાન થઈ જાય છે એ જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે. તેમ છતાં આવો રાગ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
છે માટે આવું જ્ઞાન થયું એમ નથી, કેમકે રાગના અસ્તિત્વથી જ્ઞાનની પરિણિતનું અસ્તિત્વ ભિન્ન છે. આ તો સ્વાતંત્ર્યનો ઢંઢેરો છે, ભાઈ. રાગાદિ છે તે પર છે, અને પર્યાયમાં રાગાદિનું જે જ્ઞાન છે એ (સ્વ) મારું છે એવો ભેદજ્ઞાનસ્વરૂપ અનુભવ કયારે થાય? કે જ્યારે રાગાદિનું લક્ષ છોડી સ્વના લક્ષમાં જાય ત્યારે એની પરિણતિમાં ભેદજ્ઞાન થાય. શરીર, મન, વાણી ઇત્યાદિ નોકર્મ અને રાગાદિ કર્મ એ ૫૨ પુદ્ગલના જ છે અને એ શેયોને જાણનારું જ્ઞાન તે મારું શાયકનું છે એમ ભિન્નતા જાણી એક જ્ઞાયકની સત્તામાં જ લક્ષ કરે તેને ભેદજ્ઞાન થાય છે. આવો ભેદજ્ઞાનરૂપ અનુભવ કાં તો સ્વયમેવ નિસર્નાક્' અથવા તો ઉપદેશથી ‘અધિગમાત્' જ્યારે થાય છે ત્યારે જ તે પ્રતિબુદ્ધ થાય છે. થાય છે તો આ રીતે જ. (બીજી કોઈ રીત નથી ) નિમિત્ત આવે તો ઉપાદાનમાં (કાર્ય) થાય એમ નથી. ભાઈ ! ઉપાદાનના કાળે સ્વ પરપ્રકાશક પરિણતિ સ્વયં પોતાથી થાય છે. તે કાળે નિમિત્ત હોય, પણ નિમિત્તને લઈને, નિમિત્તની સત્તા છે માટે એને જ્ઞાન-પરિણતિ ઉત્પન્ન થઈ એમ નથી. આ ૧૯ મી ગાથાની ટીકાનો ભાવાર્થ કર્યો. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
* કળશ ૨૧ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
.
‘ચે' જે પુરુષો ‘સ્વતો વા અન્યો વા’ પોતાથી જ અથવા પરના ઉપદેશથી ‘થમ્ અપિ દિ' કોઈ પણ પ્રકારે ‘મેવિજ્ઞાનમૂનાન્’ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિકા૨ણ છે એવી ‘અનુભૂતિમ્ અવનિતમ્ નમન્ત' અવિચળ (નિશ્ચળ ) પોતાના આત્માની અનભૂતિને પામે છેઃ-શું કહે છે? જો કોઈ આત્મા પોતાથી જ એવું ભેદજ્ઞાન પ્રગટ કરે-એટલે રાગથી ભિન્ન જે જ્ઞાયકસ્વભાવરૂપ નિજ દ્રવ્ય તેનું લક્ષ કરે તો તે અવિચળ એટલે દી ન પડે એવી આત્માની અનુભૂતિને પ્રાપ્ત થાય છે.
6
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
અરે ભાઈ! ચારે ગતિઓમાં રખડી રખડીને અનંતકાળ ગયો. ભ્રમણામાં ને ભ્રમણામાં અનંતભવના અનંત અવતાર કર્યા. એ બધું ભૂલી ગયો છે. પણ એ ભ્રમણા ભાંગે (દૂર થાય) તો ભવના અંત આવે એમ છે. એ કેમ ભાંગે? તો કહે છે કોઈ પણ પ્રકારે એટલે મહા પુરુષાર્થ કરીને પણ સ્વથી સીધો જ ભગવાન શાયભાવ ઉપર દૃષ્ટિ કરતાં તે રાગથી ભિન્ન પડી જાય છે. મોક્ષ અધિકાર, ગાથા ૨૯૪ માં શિષ્યનો પ્રશ્ન છે કે–‘આત્મા અને બંધ બન્નેને કંઈ રીતે છેદી શકાય છે?’ તેનું સમાધાન આચાર્યદેવે કર્યું છે કે આત્મા અને બંધના નિયત સ્વલક્ષણોની સૂક્ષ્મ અંતઃસંધિમાં ( અંતરંગની સંધિમાં ) પ્રજ્ઞાછીણીને સાવધાન થઈને પટકવાથી (નાખવાથી, મારવાથી) તેમને છેદી શકાય છે અર્થાત્ જીદા કરી શકાય છે એમ અમે જાણીએ છીએ.” એટલે કે પ્રજ્ઞાજ્ઞાનપર્યાયને રાગથી ભિન્ન કરીને પછી દ્રવ્યમાં એક્તા કરવાથી પરને (રાગાદિને ) છેદી શકાય છે. આમ
66
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૯]
[ ૫૯
સ્વથી અથવા પરના ઉપદેશથી કોઈ પણ પ્રકારે એટલે મહાપુરુષાર્થથી જ્યારે આ અનુભૂતિ (જ્ઞાન) રાગનું લક્ષ છોડીને સ્વદ્રવ્યના-જ્ઞાયકના લક્ષે જાય છે ત્યારે ભેદવિજ્ઞાન જેનું મૂળ છે એવી આત્માની અનુભૂતિ ઉત્પન્ન થાય છે.
‘ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિકારણ છે”—એમ કેમ કહ્યું? તેનું સમાધાન : કોઈ એમ કહે કે રાગની ઘણી મંદતા કરતાં કરતાં (એટલે શુભભાવ કરતાં કરતાં) અનુભૂતિ થાય તો એ વાત બરાબર નથી. પરંતુ રાગ અને આત્માનાં ભિન્ન ભિન્ન લક્ષણો જાણીને, રાગનું લક્ષ છોડી પ્રજ્ઞા-છીણી એટલે જ્ઞાનની પરિણતિ વડે આત્મા અને રાગાદિ બંધને છેદી નાખવા-જુદા પાડવા. જેને આવું ભેદજ્ઞાન થાય તે આવી અવિચળ પોતાના આત્માની અનુભૂતિને પામે છે. ભગવાન આત્માની અનુભૂતિનું મૂળ કારણ ભેદજ્ઞાન કહ્યું છે પણ વ્યવહાર સાધન-શુભરાગને આત્માનુભૂતિનું કારણ કહ્યું નથી. જુઓ, આમાં વ્યવહાર સાધન-શુભરાગનો નિષેધ આવી જાય છે.
ભાઈ ! આ તો ધીરાનાં કામ છે. પહેલાં વિકલ્પ દ્વારા લક્ષમાં, પ્રતીતિમાં તો લે કે અંતરનો અનુભવ ભેદવિજ્ઞાનના કારણે થાય છે, પરથી ભિન્ન પડવાના કારણે થાય છે. પર કે જેનાથી જુદું પડવું છે એનાથી અનુભૂતિ થાય? ( ન જ થાય.) રાગાદિ જે ક્રિયા, ભલે તે પંચમહાવ્રતાદિ હોય, એનાથી તો જુદું પડવું છે. હવે જેનાથી જુદું પડવું છે એ (રાગાદિ) અહીં સાધન કેમ થાય? (ન થાય) વસ્તુની સ્થિતિ જ આવી છે, ભાઈ ! ઘણું ગંભીર તત્ત્વ ભર્યું છે. વળી કેટલાક એમ કહે છે કે-રાગની મંદતારૂપ શુભોપયોગ છેલ્લો (અનુભવ પહેલાં) તો હોય છે ને? (ભલે) એનાથી જુદું, પણ શુભોપયોગ એટલું તો સાધન થયું ને? અશુભ ઉપયોગ હોય ને ભેદજ્ઞાન થાય એમ બનતું નથી માટે અશુભઉપયોગ સાધન ન થાય, પણ શુભ-ઉપયોગ તો સાધન ખરું ને? (ઉત્તર) છેલ્લો જે શુભોપયોગ હોય તેનાથી તો જુદું પડવાનું છે તો ( જુદા પાડવામાં) શુભોપયોગે શું મદદ કરી ? (કાંઈ જ નહિ) એ શુભરાગના કાળે રાગથી જે ભેદજ્ઞાન તે અનુભૂતિનું કારણ થાય છે પણ રાગને લઈને અનુભૂતિ થાય છે એમ નથી.
પ્રશ્ન:-“મેદ્રવિજ્ઞાનમૂનામ’ એમ લખ્યું છે ને? ભેદવિજ્ઞાન જેનું મૂળ કારણ છે. (બીજાં શુભોપયોગ ઉત્તર કારણ?) એટલે એમ બે કારણથી કાર્ય થાય છે. અષ્ટસહસ્ત્રીમાં ( તત્ત્વાર્થસૂત્રની ટીકામાં) બે કારણ આવે છે ને?
ઉત્તર-એ તો બીજાં હોય એનું જ્ઞાન કરાવ્યું છે. બાકી અહીં તો રાગથી ભેદજ્ઞાન કરવું (એ એક જ) અનુભૂતિની ઉત્પત્તિનું કારણ છે એમ કહ્યું છે. છેલ્લો શુભરાગ હતો માટે એનાથી કાંઈક મદદ થઈ-એમ નથી.
હવે કહે છે-જે પુરુષો કોઈપણ પ્રકારે પોતાથી અથવા પરના ઉપદેશથી અંતઃસ્વભાવના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
લક્ષ–સ્વભાવ તરફના પુરુષાર્થથી રાગથી ભેદ કરી ભેદજ્ઞાનવડે અવિચળ અનુભૂતિને પામે છે-“તે સ્વ' તે જ પુરુષો “મુછુવત' દર્પણની જેમ “પ્રતિનિમિત્તાનંતભાવસ્વમા:” પોતામાં પ્રતિબિંબિત થયેલા અનંત ભાવોના સ્વભાવોથી “સંત” નિરંતર “વિવIRT: સ્યુ:” વિકાર રહિત હોય છે.
શું કહે છે એ? કે અનુભૂતિની-જ્ઞાનની જે પર્યાય થઈ એ પર્યાયમાં પોતામાં પ્રતિબિંબિત થયેલા એ (અનંત ભાવોના-શયોના સ્વભાવ) જાણવામાં આવ્યા; શરીરની પર્યાય, વાણીની પર્યાય રાગની પર્યાય-એમ બધા અનંત ભાવો જ્ઞાનની પર્યાયમાં પોતપોતાના કારણે જાણવામાં આવ્યા, એ યોનું જ્ઞાન થયું પણ શેયો સંબંધી વિકાર થયો એમ નથી. એ જ્ઞયોનું જ્ઞાન નિર્વિકારી છે. જ્ઞાનમાં જે શેયોના આકાર પ્રતિભાસે છે તેમનાથી (ભેદવિજ્ઞાની પુરુષો) રાગાદિ વિકારને પ્રાપ્ત થતા નથી. એ જ્ઞાનની પર્યાયનું પોતાનું સહજ સામર્થ્ય છે. તેથી અને અને પરને પોતાના અસ્તિત્વમાં જાણે છે. તેથી એમાં રાગને જાણે, શરીરને જાણે માટે એ પરશયના કારણે અહીં ( જ્ઞાનમાં) વિકાર થાય એમ નથી. અનંત જ્ઞયોના સ્વભાવને જાણે છતાં નિરંતર તેઓ વિકાર રહિત છે.
[પ્રવચન નં. : ૬૧-૬ર
*
દિનાંક : ૩૦-૧-૭૬ અને ૩૧-૧-૭૬ ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૦-૨૧-૨૨
હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે એ અપ્રતિબદ્ધ કઈ રીતે ઓળખી શકાય એનું ચિહ્ન બતાવો; તેના ઉત્તરરૂપ ગાથા કહે છે –
अहमेदं एदमहं अदमेदस्स म्हि अत्थि मम एदं। अण्णं जं परदव्वं सच्चित्ताचित्तमिस्सं वा।। २० ।।
आसि मम पुव्वमेदं एदस्स अहं पि आसि पुव्वं हि। होहिदि पुणो ममेदं एदस्स अहं पि होस्सामि।।२१ ।।
एयं तु असब्भूदं आदवियप्पं करेदि संमूढो। भूदत्थं जाणंतो ण करेदि दु तं असंमूढो।। २२ ।।
अहमेतदेतदहं अहमेतस्यास्मि अस्ति ममैतत्। अन्यद्यत्परद्रव्यं सचित्ताचित्तमिश्र वा।। २० ।।
आसीन्मम पूर्वमेतदेतस्याहमप्यासं पूर्वम्। भविष्यति पुनममैतदेतस्याहमपि भविष्यामि।। २१ ।।
एतत्त्वसद्भूतमात्मविकल्पं करोति सम्मूढः। भूतार्थ जानन्न करोति तु तमसम्मूढः ।। २२ ।।
હું આ અને આ હું, હું છું આનો અને છે મારું આ, જે અન્ય કો પરદ્રવ્ય મિશ્ર, સચિત્ત અગર અચિત્ત વા; ૨૦.
હતું મારું આ પૂર્વે, હું પણ આનો હતો ગતકાળમાં, વળી આ થશે મારું અને આનો હું થઈશ ભવિષ્યમાં; ૨૧.
અયથાર્થ આત્મવિકલ્પ આવો, જીવ સંમૂઢ આચરે; ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. ૨૨.
थार्थ:- [अन्यत् यत् परद्रव्यं ] ४ पुरु५ पोतथा अन्य ४ ५२द्रय
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
[ સવિત્તાવિત્તમિશ્ર વ] સચિત્ત સ્ત્રીપુત્રાદિક, અચિત્ત ધનધાન્યાદિક અથવા મિશ્ર ગ્રામનગરાદિક-તેને એમ સમજે કે [અહં તત્] હું આ છું, [yતત્ અન્] આ દ્રવ્ય મુજ-સ્વરૂપ છે, [અહમ્ તત્ત્વ અસ્મિ] હું આનો છું, [yતત્ મમ અસ્તિ] આ મારું છે, [તંત્ મમ પૂર્વમ્ આસીત્] આ મારું પૂર્વે હતું, [yતસ્ય અહમ્ અપિ પૂર્વમ્ આસક્] આનો હું પણ પૂર્વે હતો, [yતત્ મમ પુન: ભવિષ્યતિ] આ મારું ભવિષ્યમાં થશે, [અન્ અપિ તસ્ય ભવિષ્યામિ] હું પણ આનો ભવિષ્યમાં થઈશ, [તંત્તુ અસભૂતમ્ ] આવો જૂઠો [ આત્મવિi] આત્મવિકલ્પ [રોતિ] કરે છે તે [ સમ્મૂ: ] મૂઢ છે, મોહી છે, અજ્ઞાની છે; [g] અને જે પુરુષ [મૂતાર્થ] ૫૨માર્થ વસ્તુસ્વરૂપને [ ખાનન્] જાણતો થકો [તક્] એવો જૂઠો વિકલ્પ [ન રોતિ] નથી કરતો તે [અસમ્મૂ: ] મૂઢ નથી,
જ્ઞાની છે.
ટીકા:- (દષ્ટાંતથી સમજાવે છેઃ) જેમ કોઈ પુરુષ ઈધન અને અગ્નિને મળેલાં દેખી એવો જૂઠો વિકલ્પ કરે કે “અગ્નિ છે તે ઈંધન છે, બંધન છે તે અગ્નિ છે; અગ્નિનું ઇંધન છે, બંધનનો અગ્નિ છે; અગ્નિનું ઇંધન પહેલાં હતું, બંધનનો અગ્નિ પહેલાં હતો; અગ્નિનું ઇંધન ભવિષ્યમાં થશે, ઇંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે”;–આવો ઇંધનમાં જ અગ્નિનો વિકલ્પ કરે તે જૂઠો છે, તેનાથી અપ્રતિબુદ્ધ કોઈ ઓળખાય છે, તેવી રીતે કોઈ આત્મા પરદ્રવ્યમાં જ અસત્યાર્થ આત્મવિકલ્પ ( આત્માનો વિકલ્પ ) કરે કે “હું આ પરદ્રવ્ય છું, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ છે; મારું આ પરદ્રવ્ય છે, આ પરદ્રવ્યનો હું છું; મારું આ પહેલાં હતું, હું આનો પહેલાં હતો; મારું આ ભવિષ્યમાં થશે, હું આનો ભવિષ્યમાં થઈશ ”;–આવા જૂઠા વિકલ્પથી અપ્રતિબુદ્ધ ઓળખાય છે.
66
વળી અગ્નિ છે તે બંધન નથી, બંધન છે તે અગ્નિ નથી, -અગ્નિ છે તે અગ્નિ જ છે, બંધન છે તે બંધન જ છે; અગ્નિનું ઇંધન નથી, બંધનનો અગ્નિ નથી, –અગ્નિનો જ અગ્નિ છે, બંધનનું બંધન છે; અગ્નિનું ઇંધન પહેલાં હતું નહિ, બંધનનો અગ્નિ પહેલાં હતો નહિ, –અગ્નિનો અગ્નિ પહેલાં હતો, ઇંધનનું ઇંધન પહેલાં હતું; અગ્નિનું ઇંધન ભવિષ્યમાં થશે નહિ, ઇંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે નહિ, –અગ્નિનો અગ્નિ જ ભવિષ્યમાં થશે, ઇંધનનું ઇંધન જ ભવિષ્યમાં થશે;”–આ પ્રમાણે જેમ કોઇને અગ્નિમાં જ સત્યાર્થ અગ્નિનો વિકલ્પ થાય પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેવી જ રીતે “હું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ નથી, −હું તો હું જ છું, ૫દ્રવ્ય છે તે પરદ્રવ્ય જ છે; મારું આ પરદ્રવ્ય નથી, આ પદ્રવ્યનો હું નથી, –મારો જ હું છું, પરદ્રવ્યનું પદ્રવ્ય છે; આ પરદ્રવ્ય મારું પહેલાં હતું નહિ, આ પરદ્રવ્યનો હું પહેલાં તો નહિ, –મારો હું જ પહેલાં હતો, પરદ્રવ્યનું પરદ્રવ્ય પહેલાં હતું; આ પરદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહિ, એનો હું ભવિષ્યમાં થઈશ નહિ, “હું મારો જ ભવિષ્યમાં થઈશ, આ (પરદ્રવ્ય ) નું આ (પરદ્રવ્ય ) ભવિષ્યમાં થશે.”–આવો જે સ્વદ્રવ્યમાં જ સત્યાર્થ આત્મવિકલ્પ થાય છે તે જ પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેનાથી તે ઓળખાય છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૦-૨૧-૨૨ ]
[ ૬૩
(માતિની) त्यजतु जगदिदानी मोहमाजन्मलीढं रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत्। इह कथमपि नात्मानात्मना साकमेक: किल कलयति काले कापि तादात्म्यवृत्तिम्।। २२ ।।
ભાવાર્થઃ- જે પરદ્રવ્યમાં આત્માનો વિકલ્પ કરે છે તે તો અજ્ઞાની છે અને જે પોતાના આત્માને જ પોતાનો માને છે તે જ્ઞાની છે-એમ અગ્નિ-ઇન્ધનના દષ્ટાંત દ્વારા દઢ કર્યું છે.
હવે આ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [17] જગત અર્થાત્ જગતના જીવો [ભાગનનીä મોદ+] અનાદિ સંસારથી માંડીને આજ સુધી અનુભવ કરેલા મોહને [ યુવાન ત્યનr] હવે તો છોડો અને [ સિરુનાં રો ] રસિક જનોને રૂચિકર, [૩ઘત્ જ્ઞાનમ્ ] ઉદય થઈ રહેલું જે જ્ઞાન તેને [૨સયતુ] આસ્વાદો; કારણ કે [3] આ લોકમાં [ માત્મા] આત્મા છે તે [વિન] ખરેખર [ 4થમ uિ] કોઈ પ્રકારે [વનાત્મના સામ્] અનાત્મા (પરદ્રવ્ય) સાથે [ પિ છાને] કોઈ કાળે પણ દૂતાવાસ્યવૃત્તિમ્ યતિ ન] તાદામ્યવૃત્તિ (એકપણું ) પામતો નથી, કેમ કે [ :] આત્મા એક છે તે અન્ય દ્રવ્ય સાથે એક્તારૂપ થતો નથી.
ભાવાર્થ- આત્મા પરદ્રવ્ય સાથે કોઈ પ્રકારે કોઈ કાળે એકતાના ભાવને પામતો નથી. એ રીતે આચાર્યો, અનાદિથી પરદ્રવ્ય પ્રત્યે લાગેલો જે મોટું છે તેનું ભેદવિજ્ઞાન બતાવ્યું છે અને પ્રેરણા કરી છે કે એ એકપણારૂપ મોહને હવે છોડો અને જ્ઞાનને આસ્વાદો; મોહ છે તે વૃથા છે, જૂઠો છે, દુઃખનું કારણ છે. ર૨.
ઉપોદ્ઘાતઃ
હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે એ અપ્રતિબુદ્ધ કઈ રીતે ઓળખાય એનું ચિત્ર બતાવો. તેના ઉત્તરરૂપ ગાથા કહે છે -
ટીકા - (દષ્ટાંતથી સમજાવે છે, જેમ કોઈ પુરુષ બંધન અને અગ્નિને મળેલાં દેખી એવો જૂઠો વિકલ્પ કરે કે-“અગ્નિ છે તે ઇંધન છે, બંધન છે તે અગ્નિ છે; અગ્નિનું ઇંધન છે, ઇંધનનો અગ્નિ છે; અગ્નિનું ઇંધન પહેલાં હતું, ઇંધનનો અગ્નિ પહેલાં હતો; અગ્નિનું ઇંધન ભવિષ્યમાં થશે, ઇંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે;”—આવો ઇંધનમાં જ અગ્નિનો વિકલ્પ કરે તે જૂઠો છે, તેનાથી અપ્રતિબુદ્ધ-લૌકિક મૂર્ખ કોઈ ઓળખાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
તેવી રીતે કોઈ આત્મા પરદ્રવ્યમાં જ આત્મવિકલ્પ (આત્માનો વિકલ્પ) કરે-હું આ પરદ્રવ્ય છું, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ છે. હું આ રાગ, શરીર, મન, વાણી ઇત્યાદિ પદ્રવ્ય છું અને એ મારા સ્વરૂપે છે; આ સામાન્ય કહ્યું. હવે ત્રણ કાળ જોઈએ. (વર્તમાન) મારું આ રાજ્ય, મારું શરીર, મારી વાણી, મારો રાગ ઇત્યાદિ મારા આ પરદ્રવ્ય છે અને એનો હું છું—એ વર્તમાન. (ભૂતકાળ) મારું આ પહેલાં હતું. હું પહેલાં આનો હતો. એ રાગ પૂર્વે મારો હતો જે વડે આ મનુષ્યપણું મળ્યું. લોકો કહે છે ને કે પૂર્વે રાગ (પુણ્ય ) હુતો તો આ મનુષ્યપણું મળ્યું અને ભગવાનની વાણી સાંભળવા મળી. એમ પૂર્વના રાગને પોતાના માન્યા-એ ભૂતકાળ. (ભવિષ્ય) મારું આ ભવિષ્યમાં થશે અને હું આનો ભવિષ્યમાં થઈશ. આ જે હું પુણ્ય બાંધું છું એનાથી ભવિષ્યમાં મનુષ્યપણું મળશે, જિનવાણી સાંભળવા મળશે, એ બધું મને મળશે. અરે પ્રભુ! તું તો જ્ઞાયકભાવ છે ને! તને શું મળ્યું અને શું મળશે? ભાઈ, એ તારી ચીજમાં કયાં છે? આ મારું ભવિષ્યમાં થશે, હું એનો થઈશ, ઇત્યાદિ આવા જૂઠા વિકલ્પથી તે અપ્રતિબુદ્ધ-મૂઢઅજ્ઞાની-મિથ્યાષ્ટિ છે એમ ઓળખાય છે.
જુઓ, પહેલાં દષ્ટાંત આપે છે કે લાકડાને અને અગ્નિને મળેલાં દેખીને લાકડુંઇંધન અને અગ્નિનો સ્વભાવ ભિન્ન હોવા છતાં બેને જે એક માને છે-એટલે કે બંધન તે અગ્નિ છે અને અગ્નિ છે તે ઇંધન છે એમ જે માને છે તે લૌકિકમાં મૂર્ખ કહેવાય છે, કેમ કે અગ્નિનો સ્વભાવ જે પ્રકાશ અને ઉષ્ણતા તે લાકડાના સ્વભાવથી ભિન્ન છે. તેમ જે કોઈ આત્મા આ રાગ, શરીર, મન, વાણી, ઘર, દીકરા, દીકરી, ઇત્યાદિ હું છું અને એ મારાં છે-એવો પરદ્રવ્યમાં જ અસત્યાર્થ આત્મવિકલ્પ કરે છે તે અપ્રતિબુદ્ધ-અજ્ઞાની છે, મિથ્યાષ્ટિ છે.
પદ્રવ્યમાં સચેત, અચેત અને મિશ્ર એમ ત્રણ પ્રકાર લીધા છે. સંસારી ગૃહસ્થને સ્ત્રી, કુટુંબ-પરિવાર, દીકરા, દીકરી ઇત્યાદિ સચેત, શરીર તથા લક્ષ્મી આદિ અચેત અને દીકરો અને એનાં ઉપકરણો તથા સ્ત્રી અને તેનાં કપડાં, દાગીના આદિ બન્ને સાથે ભેગાં તે મિશ્ર. એ ત્રણે જે મારાં કહે માને તે મૂઢ છે. તેમ સાધુને જે શિષ્ય તે સચેત, ઉપકરણ તે અચેત અને ઉપકરણ સહિત શિષ્ય તે મિશ્ર. બીજી રીતે કહીએ તો પુણ્ય-પાપના વિકલ્પો તે સચેત, પુદ્ગલાદિ પરદ્રવ્ય તે અચેત, અને ગુણસ્થાન-માર્ગણાસ્થાને પરિણમેલો માને તે મિશ્ર. આ સચેત, અચેત અને મિશ્ર-એમ ત્રણ પ્રકારના પરદ્રવ્યમાં આ હું છું અને એ મારા સ્વરૂપે છે એમ માને એ મૂઢ-મિથ્યાદષ્ટિ છે. એના જ્ઞાનમાં સાચાપણું આવ્યું જ નથી.
પ્રશ્ન:-ચૌદ માર્ગણામાંથી પોતાને શોધવો જોઈએ ને?
ઉત્તર:-કયાં શોધવો? એ તો પર્યાયદષ્ટિએ પર્યાયપણે કેવો છે એની વાત છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૦-૨૧-૨૨ ]
[ ૬૫
વસ્તુપણે તો જ્ઞાયક ચૌદ માર્ગણામાં છે જ નહિ, ભેદમાં આત્મા છે જ નહિ. અને એ માર્ગણાસ્થાનો વસ્તુપણે આત્મામાં છે જ નહિ. અરે ! ગુણસ્થાનપણે એને ગોતીએ તો ગુણસ્થાન પણ જ્ઞાયકમાં નથી, અને જ્ઞાયક આત્મા ગુણસ્થાનમાં નથી. આવી વાત છે, ભાઈ ! ઝીણી. આ તો ટૂંકામાં સમજાવ્યું છે. ભાઈ, તું કોણ છો એની આ વાત છે.
હું આ પરદ્રવ્ય છું અને આ પરદ્રવ્ય મારા સ્વરૂપે છે એ માન્યતા અજ્ઞાન છે. આ રાગ-વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ મારા સ્વરૂપે છે, આ શરીર મારા સ્વરૂપે છે, સ્ત્રી મારા સ્વરૂપે છેઃ અર્ધાંગના નથી કહેતા ? સ્ત્રીને અડધું અંગ-અડધું હું અને અડધું એ-એમ કહે છે. આ તો મૂર્ખાઈ છે, ધૂળેય અર્ધાંગના નથી. એ આત્મા જુદો, એના શરીરનાં ૨જણ જુદાં; એને અને આત્માને સંબંધ કેવો ? આ મારો દેશ, આ મારો પુત્ર, આ મારા પિતા એમ નિમિત્તથી, વ્યવહા૨થી, બોલાય છે. કોના પિતા ? કોનો પુત્ર? આત્માને બાપ કેવો અને દીકરો કેવો ? જીવ એક નિજ જ્ઞાયકભાવ સિવાય જેટલી ચીજ-પુણ્ય-પાપ, ગુણસ્થાન ભેદ ઇત્યાદિ બધાં મારાં-પોતાનાં માને એ ૫૨દ્રવ્યને જ પોતાનું માને છે. આ તો પાંચમું ગુણસ્થાન (શ્રાવક દશા) કોને કહેવું એ કયાં એને ખબર છે? પર્યાયમાં એ વસ્તુનું વ્યવહારનયથી જ્ઞાન કરે, પણ એ ચીજ મારી છે અને એ હું છું એમ માને તો મિથ્યાદષ્ટિ છે.
66
‘હું આ’ એમ બે અસ્તિ તો સિદ્ધ કરી. ‘હું’ એટલે એક અસ્તિ અને ‘આ’ એ બીજી અસ્તિ થઈ. રાગાદિ, પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, શરીર, મન, વાણી, ઇંદ્રિય ઇત્યાદિ અસ્તિ તો છે. વેદાન્તીની પેઠે એમ તો નથી બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા.' આત્મા સત્ય અને બીજું ભ્રમ એમ નથી. હું અને આ એમ બે શબ્દ વાપર્યા છે. આ ટીકા તો બહુ ટૂંકી ભાષામાં છે પણ અંદર ઘણું રહસ્ય ભરેલું છે.
પ્રાર્થના:- ( અહીં શ્રોતા વિશેષ ખુલાસો કરવા માટે વિનંતી કરે છે?) તે આપ ખોલો. ( કૃપાળુદેવ ! )
હા, હળવે હળવે ખોલીએ.
સવારમાં જીઓને કેવું આવ્યું હતું? કે જૈનધર્મ કોને કહેવો? (તો કહે છે) કે ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવે પરિપૂર્ણ જ્ઞાન અને આનંદથી ભરેલો અથવા વીતરાગસ્વભાવે ભરેલો પ્રભુ છે. એની પરિણતિમાં-પર્યાયમાં વીતરાગતાની દૃષ્ટિ, જ્ઞાન અને શાન્તિ પ્રગટે એ જૈનધર્મ. મુનિઓએ ત્યાં સુધી કહ્યું કે એ જૈનધર્મ જયવંત વર્તે છે–એટલે કે આ જ્ઞાયક પ્રભુ મારો નાથ મને હાથ આવ્યો છે, મને વીતરાગી સમકિત, વીતરાગી જ્ઞાન અને વીતરાગી રમણતારૂપ જૈનધર્મ જયવંત વર્તે છે. મને એ જૈનધર્મ પ્રગટ છે, કોઈકને હશે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
એમ નહિ. ઓહો! દિગંબર સંતોની ગજબ શૈલી! ધર્મએ વીતરાગી દશા છે, એમાં વ્યવહારરત્નત્રયના રાગનું મિશ્રપણું નથી.
લોકો કહે છે કે આ બધા છોકરાઓ ભણીગણીને હોશિયાર એન્જિનિયર થાય છે, પછી કારખાનાં કરે છે. કહે છે ને કે જુઓ, આનો દીકરો કારખાનાં કેવાં કરે છે? શું એ સાચું હશે? ગપ છે, કારખાનાં કેવાં? ભાઈ, તું તો જ્ઞાયકસ્વરૂપ છે ને. પ્રભુ! તું એક સમયની પર્યાય જેટલો નથી તો પછી રાગનો, દીકરા-દીકરીનો, દેશનો વગેરેનો કેમ હોય? આ લક્ષ્મીવાળો, આબરૂવાળો, પૈસાવાળો, બાયડીવાળો, કુટુંબવાળો, કારખાનાવાળો અહાહા ! કેટલા વાળા વળગ્યા એને ? એક વાળો હોય તો રાડ નાખે છે. વાળો (એક જાતનું જંતુ) વાવ-કૂવાના પાણીમાં હોય છે તે પીવાથી પગમાં લાંબો તાંતણો નીકળે છે. એક વાળાથી તો રાડ નાખી જાય છે તો આ તો કેટલા વાળા?
પ્રશ્ન-એ વાળો જે પગમાં નીકળે એ તો દુઃખે છે પણ આ તો દુખતા નથી ને?
ઉત્તર:-ભાઈ, વાત તો ખરેખર એમ છે કે શરીરાદિ પર ચીજ મારી છે એ માન્યતા દુઃખરૂપ છે. અને પર ચીજ-શરીર, પૈસા વગેરે ઉપર લક્ષ જાય છે ત્યારે પોતાના આકુળતાના દુઃખમાં એ (પર ચીજ ) નિમિત્ત છે. આનંદનું-અતીન્દ્રિય આનંદનું (સુખનું) કારણ તો એકમાત્ર ચૈતન્યમુર્તિ ભગવાન છે.
વ્યવહારરત્નત્રય આદિ પરદ્રવ્યો મારા છે એમ માને તે મૂઢ મિથ્યાષ્ટિ છે. નિયમસાર ગાથા ૫૦ માં તો શુદ્ધરત્નત્રયની મોક્ષમાર્ગની વીતરાગી નિર્મળ પર્યાયને પરદ્રવ્ય કહી છે. ત્રિકાળી એક શુદ્ધ જ્ઞાયક દ્રવ્ય જે નહિ તે બધું પરદ્રવ્ય છે. આત્મા પર્યાય જેટલો છે એમ માને તે પોતાને પરદ્રવ્યરૂપ માને છે. એટલે ચૈતન્યસૂર્ય, આનંદનો નાથ, ભગવાન આત્મા સિવાય એક સમયની પર્યાયને, રાગને કે શરીરાદિ પરદ્રવ્યને પોતાનું માને તે મૂઢ મિથ્યાદષ્ટિ છે. ત્યાં (નિયમસાર ગાથા ૫૦ માં) સમ્યગ્દર્શન અને વીતરાગી ચારિત્રને પરદ્રવ્ય કહ્યું છે કારણ કે જેમ સ્વદ્રવ્ય (લક્ષ) સિવાય બીજા દ્રવ્યમાંથી પોતાની નવી (નિર્મળ) પર્યાય આવતી નથી તેમ નવી (નિર્મળ) પર્યાય નિર્મળ પર્યાયમાંથી પણ આવતી નથી. ત્યાં એને (નિર્મળ પર્યાયને) પરદ્રવ્ય કહીને
સ્વદ્રવ્યની દૃષ્ટિ કરાવવી છે. નવી (નિર્મળ ) પર્યાયની ઉત્પત્તિ સ્વદ્રવ્યના આશ્રયે થાય છે. (પણ પર્યાયના આશ્રયે થતી નથી) પર્યાયમાંથી પર્યાય ન આવે. ભાઈ ! વીતરાગ પરમેશ્વરનો માર્ગ ગહન છે.
અહાહા ! જૈનધર્મના પરિણમનને પામેલા, વીતરાગતાની પરિણતિમાં ઊભેલા આ દિગંબર મુનિઓ-સંતો તો જુઓ. તેમને વિકલ્પ આવ્યો અને ટીકા ટીકાના કારણે થઈ. આચાર્ય ભગવાન ટીકાના છેલ્લા શ્લોકમાં કહે છે કે આ ટીકાનો હું ર્તા નથી. મારા માથે આળ નાખશો મા. (હું તો સ્વરૂપગુણ ) અરે પ્રભુ! આવી સરસ ટીકા કરીને આપ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૦-૨૧-૨૨ ]
[ ૬૭
ના કેમ પાડો છો? ભાઈ, એ તો શબ્દોની શક્તિથી ટીકા થઈ છે; મારા વિકલ્પ અને મારી શક્તિથી નહિ. પંચાસ્તિકાય, પ્રવચનસારમાં બધે છેલ્લા કળશ છે એમાં આ કહે છે કે આ ટીકા મેં કરી અને ટીકા દ્વારા તેને જ્ઞાન થાય એવા ભ્રમ ન કરીશ.
પહેલાં સામાન્ય લીધું કે હું આ છું અને આ મારાં છે. પછી ત્રણકાળનું લીધું. વર્તમાનમાં આ મારાં છે અને હું એનો છું; ભૂતકાળમાં આ મારાં હતાં અને હું એનો હતો; ભવિષ્યમાં આ મારાં થશે અને હું એનો થઈશ, છોકરાઓને અમે પાળી પોષી મોટા કર્યા, હવે અમે ઘડપણમાં નિરાંતે રહીશું. આપણને છોકરાઓ પોષશે. કોને પોષશે? તને કે એને? ભારે વાત, ભાઈ ! આ તો સંસારનું નાટક છે. અરે ભાઈ! તને ભ્રમણા છે. નાથ ! તું તો સર્વજ્ઞસ્વભાવી છે. દરેક આત્મા સર્વજ્ઞસ્વભાવરૂપ જ છે. એનો અર્થ એ થયો કે એ સ્વને અને પરને જાણવાના પરિણમનવાળો છે. એ સ્વ અને પર બે એક છે એમ નહિ. સ્વના જ્ઞાનરૂપે અને પરના જ્ઞાનરૂપે પરિણમવું એવો સ્વપરપ્રકાશક એનો સ્વભાવ છે. સર્વશની પરિણતિ પર્યાયમાં જે પ્રગટે તે પહેલાં શ્રદ્ધામાં એમ આવ્યું હતું કે હું તો સર્વજ્ઞસ્વભાવી છે. તેથી શ્રદ્ધાના બળે સર્વજ્ઞદશા પ્રગટ કરી. એ શ્રદ્ધા સર્વજ્ઞસ્વભાવી આત્માની છે, અલ્પજ્ઞ કે રાગવાળા આત્માની નહિ. આવો ઉપદેશ છે, ભાઈ ! માર્ગ તો આ છે.
કેટલાક એમ માને કે અમે તો એવી ઉપદેશ શૈલી કરીએ કે ધીમેથી બોલવું હોય તો ધીમેથી બોલીએ, તાણીને બોલવું હોય તો તાણીને બોલીએ. બીજાને ખંખેરીએ, વળી કોઈ એક જણ એમ કહેતું હતું કે અમારી પાસે પૈસા નથી પણ એવો ઉપદેશ આપીએ કે લોકોના પૈસા ખંખેરી નાખીએ. અરે ભગવાન! શું કરે છે તું આ? ભાઈ, તારું સ્વરૂપ એ (ઉપદેશ) નહિ. ઉપદેશ હું કરું છું એ તો પરને પોતાનું માન્યું છે. ગજબ વાત, બાપુ ! મેં પૂર્વે ઉપદેશ કર્યો હતો એનાથી બધા સમજ્યા, મારા ઉપદેશનું એ ફળ આવ્યું એમ માનનાર પરદ્રવ્યને પોતાનું માને છે અને પોતાને પરદ્રવ્યરૂપ માને છે.
પ્રશ્ન-એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તો છે?
ઉત્તર:-એ તો જાણવા માટે છે, પણ (નિમિત્તથી કાર્ય થાય એમ) માનવા માટે નથી. સ્વયંભૂસ્તોત્રમાં ગાથા ૭૩ માં ધર્મનાથ ભગવાનની સ્તુતિમાં આવે છે કે પ્રભુ! આપની વાણીમાં ઉપદેશ નીકળ્યો પણ ધર્મ કોઈ પામ્યા કે નહિ તેનું ફળ આપે ન જોયું. આપે ઉપદેશ આપ્યો પણ આમાંથી ધર્મ કોણ પામ્યા એ આપે ન જોયું. એનો અર્થ એ કે પામનારા પામે એ તો કેવળજ્ઞાનમાં પહેલેથી જણાઈ ગયું છે. એમ સમક્તિી પણ, મારા ઉપદેશથી આટલા પામ્યા એ ફળ જોતા નથી. ઉપદેશ જ મારો નથી ને ભાઈ, પરચીજથી ભિન્નતાની વાતો ઝીણી છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
૬૮ ]
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
પહેલાં કહ્યું ને કે–મેં ઉપદેશ કર્યો હતો એનાથી બધા સમજ્યા અને મારા ઉપદેશનું આ ફળ આવ્યું-આવા જૂઠા વિકલ્પથી અજ્ઞાની અપ્રતિબુદ્ધ ઓળખાય છે, પહેલાં દલપતરામની કવિતામાં આવતું કે “મૂરખ માથે શીંગડાં નિહ, ” તો જેમ આ મૂરખને
એવી કોઈ નિશાની હોતી નથી એમ અજ્ઞાનીને બહારમાં એવાં કોઈ ચિહ્ન હોતા નથી પણ પરદ્રવ્યને પોતાનું માનવું અને પોતાને પરદ્રવ્યરૂપ માનવું એ અજ્ઞાનીનું ચિહ્ન અંદરમાં છે.
અહીં તો ભગવાન આત્મા ખરેખર સર્વજ્ઞસ્વભાવી છે એમ સિદ્ધ કરવું છે. તે ભૂતકાળની ચીજ જાણે, વર્તમાન છે એને જાણે, ભવિષ્યમાં થશે એને જાણે. જાણે, જાણે અને જાણે–એ સિવાય બીજું એનામાં છે નહિ. બીજી રીતે કહીએ તો જ્ઞાતા-દષ્ટા એનો સ્વભાવ છે, દેખનાર-જાણનાર બસ. એ વસ્તુના ભૂત, વર્તમાન અને ભવિષ્યને જાણે એ જુદી વાત. પણ તે વસ્તુ હતી માટે જાણે એમ નથી. એ સમયની સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય પોતાથી પ્રગટી એને જાણે છે.
બંધ અધિકારમાં ત્યાં સુધી લીધું છે કે-આને મેં મોક્ષ પમાડયો, હું આને મોક્ષ પમાડું, હું આને બંધ કરાવું એવી માન્યતા મિથ્યાબુદ્ઘિ છે. ભાઈ, એના અજ્ઞાન અને રાગ વિના એને બંધ નહિ થાય. અને વીતરાગતા વિના એને મુક્તિ નહિ થાય. (તારા વિના નહિ થાય એમ નહીં.) હું આને આજીવિકા દઈને જીવાડું, હું આને મારું, હું આને સુખના સંયોગો ઘઉં, હું આને દુ:ખના સંયોગો દઉં-એ બધી માન્યતા મિથ્યાદષ્ટિ મૂઢ અપ્રતિબુદ્ધની છે. ત્યાં દલીલ આપી છે કે જીવની વીતરાગ દશા વિના એ મુક્તિ નહિ પામે, તો તું પમાડીશ એ કયાં આવ્યું? અને અજ્ઞાન અને રાગભાવ વિના જીવને બંધ નહિ થાય એટલે આને હું બંધ કરાવું એ વાત કયાં રહી?
શ્વેતાંબરમાં એક કથા આવે છે. દેવદ્રવ્ય ખાય તો ખાનારને નુકશાન થાય-પાપ થાય, એના ઉપર એક એવી કથા છે. બે જણ હતા. એક બીજાનો વૈરી હતો. હવે જેના ૫૨ વેર હતું એનું મકાન થતું હતું. તેમાં પેલા વૈરીએ દેરાસરની ઇંટ લઈને મકાન થતું હતું એમાં મૂકી દીધી. એણે વેર વાળવા આમ કર્યું. એને મન એમ કે હવે પેલા વૈરીને દેવદ્રવ્ય ખાધાનું પાપ લાગશે અને એનું નખ્ખોદ જશે. પણ ભાઈ, જેનું મકાન થતું હતું એને પોતાને તો ઇંટની ખબરેય નથી તો પછી એને પાપ લાગે અને એનું નખ્ખોદ જાય એમ શી રીતે બને? ન બને. પણ અજ્ઞાની આવું અનાદિથી માની રહ્યો છે. વળી કોઈ એમ માને છે કે આપણે લાખ બે લાખનું જે મંદિર બંધાવીએ તેમાં જે લોકો ભક્તિ, પૂજા, ધર્મ કરે એનો ( પુણ્ય ) લાભ આપણને મળશે. આ તદ્દન ખોટી વાત છે. (અજ્ઞાનીઓ આવું ને આવું કેટલુંય માનતાં હોય છે.) અહીં તો કહે છે કે હું આનો અને આ મારાં એમ ત્રણેકાળ સંબંધી રાગ, શરીર, વાણી, પૈસા, લક્ષ્મી, ઘર, દીકરા, દીકરી, દેશ ઇત્યાદિ એ બધા બોલ લાગુ પાડતાં જે આ પ્રકારે જૂઠા વિકલ્પો કરે છે તે અજ્ઞાનીઅપ્રતિબુદ્ધ છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૦-૨૧-૨૨ ]
[ ૬૯
હવે સવળું લ્યો. અવળાની વાત પહેલાં કરી. વળી અગ્નિ છે તે ઇંધન નથી એ દષ્ટાંતથી પ્રતિબુદ્ધની વાત કરે છે.
વળી અગ્નિ છે તે લાકડું (ઇંધન) નથી, અને બંધન છે તે અગ્નિ નથી. અગ્નિ – પ્રકાશમાન જ્યોતિ તે લાકડું નથી. લાકડું છે તે પ્રકાશ નથી. સમયસાર, જયસેનાચાર્યની ટીકામાં અગ્નિના ત્રણ મુખ્ય ગણો વર્ણવ્યા છે. પાચક, પ્રકાશક અને દાહક, અગ્નિ અનાજને પકવે એ પાચક, અગ્નિ પોતાને અને પરને પ્રકાશે તે પ્રકાશક અને લાકડાં આદિને બાળે તે દાહક. તેમ ભગવાન આત્મામાં ત્રણ મુખ્ય ગુણો છે. પાચક-સમ્યગ્દર્શન પૂર્ણાનંદને પચાવે છે તે પાચક. એક સમયની સમ્યગ્દર્શનની પર્યાય પૂર્ણાનંદસ્વરૂપને પચાવે છે. પ્રકાશક : જ્ઞાન સ્વ અને પરને જાણવાનો પ્રકાશ કરે છે તે પ્રકાશક અને દાહક : વીતરાગી ચારિત્ર રાગાદિને બાળી મૂકે છે તે દાહક. જ્યાં આત્મામાં સ્થિરતા થઈ ત્યાં રાગ રહેતો નથી એ દાહક. આમ અગ્નિના દષ્ટાંતે આત્મામાં ત્રણ ગુણ કહ્યા.
વળી અગ્નિ છે તે બંધન નથી, ઇંધન છે તે અગ્નિ નથી. અગ્નિ છે તે અગ્નિ જ છે, ઇંધન છે તે ઇંધન જ છે. આ સામાન્ય વાત કરી. (હવે ત્રણ કાળથી વાત કરે છે.) (વર્તમાન) અગ્નિનું ઇંધન નથી, ઇંધનનો અગ્નિ નથી, –અગ્નિનો જ અગ્નિ છે, ઇંધનનું ઇંધન છે-એ વર્તમાન થયું. (ભૂતકાળ) અગ્નિનું ઇંધન પહેલાં હતું નહિ, ઇંધનનો અગ્નિ પહેલાં હતો નહિ, –અગ્નિનો અગ્નિ પહેલાં હુતો, ઇંધનનું ઇંધન પહેલાં તું-એ ભૂતકાળ થયો. (ભવિષ્યકાળ) અગ્નિનું ઇંધન ભવિષ્યમાં થશે નહિ, ઇંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે નહિ, –અગ્નિનો અગ્નિ જ ભવિષ્યમાં થશે, ઇંધનનું ઇંધન ભવિષ્યમાં થશે. આ પ્રમાણે જેમ કોઈને અગ્નિમાં જ સત્યાર્થ અગ્નિનો વિકલ્પ થાય તે પ્રતિબુદ્ધનું લક્ષણ છે.
તેવી જ રીતે હું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ નથી, -હું તો હું જ છું, પરદ્રવ્ય છે તે પરદ્રવ્ય જ છે. આ સામાન્ય વાત કરી, જુઓ, આ હું તો સર્વજ્ઞસ્વરૂપી પ્રભુ આત્મા છું. હું સર્વને જાણું ખરો, પણ એ સર્વ મારું નહિ. અહાહા ! પર્યાયમાં સ્વપરને પૂર્ણ જાણું એ મારો સ્વભાવ છે, પણ પર મારા છે એમ વસ્તુસ્વરૂપ નથી. તથા પર હતાં તો મારામાં જ્ઞાન થયું એમ પણ નથી. અહીં શું કહે છે? કે હું આ પરદ્રવ્ય નથી. રાગ એ હું નહિ, શરીર એ હું નહિ, દેશ, કુટુંબ, દીકરા-દીકરી એ હું નહિ. કેટલાક માને છે ને કે-મારી (પોતાની) હાજરી હોય અને મારી (પોતાની) હૂંફ મળે તો કામ સારાં થાય. ધૂળેય નથી. હું (પોતે ) તો જાણનાર જ્ઞાયક છું. એમાં વળી બીજાને હૂંફ મળે એ કયાંથી આવ્યું? વળી આ પરદ્રવ્ય મારા સ્વરૂપે નથી. આ શરીર, મન, વાણી, રાગ તે મારું સ્વરૂપ નહિ. હું તો એક અતિ સર્વજ્ઞસ્વરૂપ જ છું. લોકમાં માણસ હોશિયાર હોય તો વધારે રળે અને દુકાને ડફોળ બેઠો હોય તો શું વળે? એમ નથી કહેતા! જાઓ, ગામની ઘણી દુકાનો ભાંગી પડી અને હું હોશિયાર-જાણકાર છું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
એટલે મારી દુકાન બરાબર ચાલે છે–એમ કહે છે, પણ એ વાત તદ્દન ખોટી છે. પોતાની ચીજ શું છે એ જાણ્યા વગર મિથ્યા અભિમાન સેવે પણ એથી શું? પ્રભુ! તું તો સર્વજ્ઞનેત્ર છે; સૌને જાણે ખો; પણ એ સર્વમાંથી કોઈ પણ ચીજ પોતાપણે છે એમ નથી.
‘હું આ પરદ્રવ્ય નથી' એમાં હું છું અને બીજાં દ્રવ્યો, રાગાદિ વગેરે છે એમ (બન્નેનું અસ્તિત્વ ) સિદ્ધ કર્યું. પણ એ પરદ્રવ્યો, રાગ, વ્યવહારરત્નત્રયનો વિકલ્પ અને એનું ફળ જે સ્વર્ગાદિ એ મારું સ્વરૂપ નથી. અહાહા ! છ ખંડનો સ્વામી ચક્રવર્તી સમક્તિ પામે ત્યારે કહે કે આ (છ ખંડનો વૈભવ) હું નથી. આ તો બધું એની મેળે થાય છે. હું છ ખંડ સાધતો નથી, હું તો અખંડને (નિજ સ્વરૂપને) સાધુ છું. છ ખંડનો હું સ્વામી નહિ, હું તો અખંડસ્વરૂપનો સ્વામી છું. ન્યાલભાઈએ દ્રવ્યદષ્ટિપ્રકાશમાં લીધું છે કે-કોઈએ કહ્યું કે ચક્રવર્તી છ ખંડને સાધતા હતા તો કહ્યું કે ભાઈ, એમ નહોતું. એ તો સમક્તિી હતા એટલે અખંડને સાધતા હતા. છ ખંડને નહિ પણ જે જ્ઞાયકસ્વરૂપી અખંડ એક આનંદનો નાથ ભગવાન આત્મા તેને સાધતા હતા. ભાઈ, આ તો વસ્તુ અંદર કોઈ અલૌકિક છે. આ સામાન્ય વાત થઈ.
હવે વર્તમાનઃ-મારું આ પદ્રવ્ય નથી, આ પરદ્રવ્યનો હું નથી. આ અત્યારે જે રાગાદિ છે તે મારાં નથી, શરીર, મન, વાણી, કુટુંબ, દેશ ઇત્યાદિ મારાં નથી. એ પરદ્રવ્યોનો હું નથી. મારો જ હું છું. સર્વજ્ઞ-સ્વભાવી જે અખંડ ચીજ એ જ હું છું. પરદ્રવ્ય પરદ્રવ્યરૂપ જ છે. વ્યવહાર રત્નત્રયનો જે રાગ આવે તેનાથી એકરૂપ હું નથી, અને એ મારો નથી. ફક્ત તે સંબંધીનું જ્ઞાન તે મારું છે. અહાહા! સંતોએ કરુણા કરી કેવી ટીકા કરી છે! સામાને ગળે ઉતરી જાય એવો ગભલો (તૈયા૨ કોળિયો) કરીને મોઢાંમાં આપ્યો છે. ભાઈ, તું વર્તમાનમાં પણ સર્વજ્ઞસ્વભાવી આત્મા જ છે ને, નાથ! એ ૫૨વસ્તુનો તું નથી અને ૫૨વસ્તુ તારી નથી.
હવે ભૂતકાળઃ-આ પદ્રવ્ય મારું પહેલાં હતું નહિ, આ પરદ્રવ્યનો હું પહેલાં હતો નિહ. અરે, પહેલાં મારું શરીર સારું હતું પણ હમણાં હમણાં બગડી ગયું છે. કોઈ વળી એમ કહેતો હતો કે આ સ્ત્રી એવી છપ્પરપગી (ખરાબ પગલાંની) મળી કે આવી ત્યારથી બધી લક્ષ્મી ચાલી ગઈ. તો એક જણ વળી એમ કહેતો હતો કે આ બાઈ મારે ઘેર કંકુપગલાંની આવી કે આવી ત્યારથી અઢળક પૈસો થઈ ગયો. આવા ગાંડા છે બધા.
આ શરીર, પગલાં, અને પૈસો આત્માનાં કયારે હતાં? આ તો બધું ( અજ્ઞાનનું) તોફાન છે. ખબર છે ને બધી, નાટક તો બધું જોયું છે, નાચ્યા નથી પણ નાચનારને જોયા છે. વળી કોઈ કહે-આ નોકર પહેલાં તો વફાદાર હતો, હવે ફરી ગયો છે; આ છોકરાં પહેલાં પહેલાં કહ્યાગરા હતા, પણ હવે કોણ જાણે શું થયું છે કે માનતા જ નથી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૦-૨૧-રર ]
[ ૭૧
પરણ્યા પછી બાયડીના થઈ ગયા; ઇત્યાદિ કેટલાક વાતો કરે છે. અરે ! સાંભળને બાપુ! અહીં કહે છે કે પહેલાં મારું કોઈ હતું જ નહિ, મારું હતું એક સર્વજ્ઞસ્વરૂપ. તે તો હું છું જ. અને પારદ્રવ્ય પરદ્રવ્ય જ હતું.
હવે ભવિષ્યકાળ : આ પરદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહિ અને એનો હું ભવિષ્યમાં થઈશ નહિ. એ રાગનો, શરીરનો કે દેશનો હું થઈશ નહિ. કોઈનો દીકરો અને કોઈકનો બાપ હું ભવિષ્યમાં થઈશ નહિ. હું મારો જ ભવિષ્યમાં થઈશ. અસ્તિનાસ્તિ કહે છે ને? અને આ પરદ્રવ્યનું પરદ્રવ્ય જ ભવિષ્યમાં થશે.
આવો જે ત્રણે કાળ સંબંધીનો સ્વદ્રવ્યમાં જ સત્યાર્થ આત્મવિકલ્પ થાય છે તે જ પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેનાથી તે ઓળખાય છે. જુઓ ભાષા. એક જ્ઞાયકભાવ સર્વજ્ઞસ્વભાવી આત્મા એ જ હું છું એવો સત્યાર્થ-બૂતાર્થ આત્મવિકલ્પ એ જ જ્ઞાની સમક્તિીનું લક્ષણ છે. આ રીતે જ્ઞાની ઓળખાય છે. બાકી આ મારાં ને એ તારાં, મેં આમ કર્યું હતું. અને તે આમ કર્યું, તમે ઉપકાર ભૂલી ગયા આદિ બધું ગાંડપણ છે, અજ્ઞાન છે.
જે પરદ્રવ્યમાં આત્માનો વિકલ્પ કરે તે તો અજ્ઞાની છે, અને જે પોતાના આત્માને જ પોતાનો માને છે તે જ્ઞાની છે–એમ અગ્નિ-બંધનના દાંત દ્વારા દઢ કર્યું છે. (આ ભાવાર્થ થયો.)
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :
* કળશ ૨૨ : શ્લોકાર્થ *
જગતના જીવોને ઉદ્દેશીને કહ્યું છે કે “નાત’ જગતના જીવો “માનનીતું મોદમ' અનાદિ સંસારથી માંડીને આજ સુધી અનુભવ કરેલા મોહને “ફવાનીમ ચતુ' હવે તો છોડો. એટલે કે અનાદિકાળથી ભગવાન આત્માનો આનંદ અને શાંત સ્વભાવ હોવા છતાં તેણે રાગ-દ્વેષ અને પુણ્ય-પાપના ભાવને જ વેધા છે. અનાદિથી દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધાદિ ભાવોમાં જે મોહપુરમાં મારાપણાના ભાવ, પરમાં સાવધાનીના ભાવ જે અધર્મરૂપ છે તે જ એણે વેધા છે. પરંતુ પોતે જે અતીન્દ્રિય જ્ઞાન અને આનંદસ્વરૂપ ભગવાન આત્મા છે તેને વેધો નથી.
આ ખાવું, પીવું અને વેપાર કરવો ઇત્યાદિમાં જે બાહ્ય ક્રિયા થાય છે એ તો એણે કરી નથી. એ કાળે જે રાગ-દ્વષના ભાવ થાય તે એણે કર્યા અને અનુભવ્યા-વેધા છે. ચોવીસે કલાક આ ધંધાપાણી ઇત્યાદિ બધી પ્રવૃત્તિ દેખાય છે ને-એમાં એ પરનું કાંઈ કરતો નથી, કરી શક્તો નથી. અનાદિકાળથી સ્વરૂપના સ્વાદથી જે વિરુદ્ધભાવ એવા રાગ અને દ્વેષ, શુભ અને અશુભ એમ વિકૃતભાવ એણે કર્યા અને વેધા છે. પરને તો એ વેદી શક્તો નથી અને આત્માને એણે અનુભવ્યો નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
પોતાના આત્માનું વાસ્તવિક સ્વરૂપ તો જ્ઞાતા-દષ્ટા છે. એ સ્વરૂપને ભૂલીને આ પુણ્ય-પાપ મારા, આ શરીર મારું, આ લક્ષ્મી, સ્ત્રી, કુટુંબ આદિ મારાં એવી માન્યતામાં કરેલો મિથ્યાત્વભાવ અને અનુકૂળ-પ્રતિકૂળમાં કરેલા રાગ-દ્વેષ-એનો જ અનાદિથી અનંતકાળ અનુભવ કર્યો છે. મોટો દિગંબર સાધુ થઈને અનંતવાર નવમી રૈવેયકે ગયો તોપણ ભગવાન ! તેં મોહ અને રાગ-દ્વેષને જ વેધા છે. આટલી વાત કરીને કહે છે
રૂવાનીમ’ હવે તો આ મોહને છોડો. સ્વપદાર્થના ધ્યેયને ભૂલીને, પરપદાર્થને ધ્યેય બનાવી જે રાગ-દ્વેષનું અનાદિથી વેદન છે તેને હવે છોડીને ભગવાન આનંદના નાથ પ્રભુ આત્માને વિષય-ધ્યેય બનાવો.
ભગવાન અતીન્દ્રિય આનંદનો નાથ અંદર વિરાજે છે. તેને ભૂલીને અનાદિ સંસારથી એટલે નિગોદથી માંડીને એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રણઈન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિયના, નારકી, તિર્યંચ, દેવ તેમજ મનુષ્યના જે અનંત ભવ કર્યા તેમાં આ પરદ્રવ્ય મારા એમ પરને પોતાનાં માન્યાં છે. પોતાની ચીજની સંભાળ કરવાને બદલે પરદ્રવ્યની સંભાળ કરવામાં રોકાઈ ગયો છે. એથી હું ભાઈ ! તું દુઃખી છે. તો હવે એ પરદ્રવ્ય પ્રત્યેના મોહને છોડ. જે રાગ-દ્વેષ મારા માનીને ગ્રહ્યા હતા, વેદ્યા હતા તેનું લક્ષ છોડીને ભગવાન આનંદનો નાથ પ્રભુ આત્મા છે એનું લક્ષ કર. જુઓ, આ ધર્મની રીત. દયા, દાન, વ્રત કરવાં એ કોઈ ધર્મની રીત નથી. એ તો વિકલ્પ છે. એ તો રાગનું વેદન છે. (અનાદિથી કરી રહ્યો છે, તો હવે વર્તમાનમાં ગુલાંટ ખા એમ કહે છે. તે જે રાગ-દ્વેષ અને પુણ્ય-પાપને ધ્યેય બનાવીને એને વેદન કર્યું છે એમાં “તે હું છું' એમ માનીને વેદન કર્યું છે તો હવે “તે હું નહિ, પણ હું તો જ્ઞાતાદષ્ટા ચેતન છું' એમ અંતરની પર્યાયમાં-ધ્યાનમાં ત્રિકાળીને ધ્યેય બનાવ. આ ધર્મ છે, ભાઈ ! આવો કેવો ધર્મ ? આટલાં દેરાસર (મંદિર) બંધાવવાં કે આટલા ઉપવાસ કરવા એમ કહો તો ઝટ સમજાઈ જાય. દેરાસર કોણ બંધાવે, ભાઈ ? એ વખતે એવો તે સંબંધી રાગ થાય. ઉપવાસ કરવાનો વિકલ્પ પણ રાગ જ છે. અરે! અનાદિથી પોતાને ભૂલીને આવા રાગ કર્યા વિનાનો એક પણ સમય ગયો નથી. તો હવે એ મોહને છોડ. એ છોડીને શું કરવું? તેથી શું થાય ? એ વાત હુર્વ કર્યું છે:
સિરાનામ રોવનમ' રસિક જનોને રુચિકર “ઉદ્ય જ્ઞાનમ્' ઉદય થઈ રહેલું જે જ્ઞાન સયત’ તેને આસ્વાદો. આત્માના અતીન્દ્રિય આનંદના જે રસિકજનો છે. એ સમ્યગ્દષ્ટિ ધર્મી રસિકજનોને આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદની રુચિ છે. સમ્યગ્દષ્ટિ નિજ શુદ્ધ દ્રવ્યની રુચિ કરીને શક્તિમાં જે આનંદ રસ છે તે પર્યાયમાં પ્રગટ કરીને આત્માના આનંદનો સ્વાદ લે છે. એને પુણ્ય-પાપ ભાવની રુચિ નથી. એને પુણ્ય-પાપ બંધની કે તેના ફળની પણ રુચિ નથી. એને રુચિકર છે એકમાત્ર આત્માના આનંદનો સ્વાદ. અહીં કહે છે કે એવા અતીન્દ્રિય આનંદના સ્વાદને આસ્વાદો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૦-૨૧-૨૨ ]
[ ૭૩
અહીં એમ નથી કહ્યું કે પહેલો વ્યવહાર કરજે અને આમ કરજે તેમ કરજે, કેમ કે વ્યવહાર તો રાગ છે, એ તો અનંતવાર કર્યો છે. એની રુચિ તો અનાદિની છે. અહીં તો સીધી વાત કરી છે કે ‘ત્યનતુ રૂવાનીમ્’ હવે તો છોડો. એટલે રાગાદિ વ્યવહારના લક્ષને છોડો અને ત્રિકાળી ભગવાન જે અંદર બિરાજે છે એનું લક્ષ કરો. રસિકજનોને રુચિકર એવો જે ભગવાન આત્મા-એને જ્ઞાન કહો, આનંદ હો, જ્ઞાયક કહો-એના સ્વાદની રુચિ કરો. પહેલાં જે રાગના વેદનની રુચિ હતી એ તો મિથ્યાદર્શન હતું. તેથી હવે આત્માના આનંદની રુચિ કરો, કેમ કે ભગવાન આનંદઘનસ્વભાવના સ્વાદની રુચિ કરે તે સમ્યગ્દષ્ટિ છે. ‘રસિાનામ્ રોષનું પદ્યન્ જ્ઞાનમ્' સમ્યગ્દષ્ટિ-ધર્મી જ્ઞાનનો જે ઉદય-પ્રગટ દશા એનો સ્વાદ લે છે. એ એને રુચિકર છે. પહેલાં એ રાગ-દ્વેષનો સ્વાદ લેતો હતો તે તો પ૨ને લક્ષ-ધ્યેય બનાવી લેતો હતો. રસિકજનોને ધ્યેય તો ચૈતન્યતત્ત્વ છે. તેથી કહે છે કે એ ચૈતન્યતત્ત્વના લક્ષે પ્રગટ થતું જ્ઞાન જે સ્વભાવરૂપ છે (આનંદ સહિત છે) એનો સ્વાદ લો અને રાગની રુચિ છોડો. ભાઈ! આટલા શબ્દોમાં તો ઘણું ભર્યું છે.
.
અહાહા! શુભભાવ પણ ધર્મીને જ્ઞાતાના જ્ઞાનનું ૫૨ શેય છે. એ વડે પુણ્યબંધ થાય એ પણ જ્ઞાતાનું જ્ઞેય છે અને એનું ફળ જે સ્વર્ગાદિ મળે એ પણ જ્ઞાતાનું જ્ઞેય છે. એ સ્વજ્ઞેય નહિ, હો. એવી રીતે ધર્મીને પાપના પરિણામ હોય એ જ્ઞાતાનું જ્ઞેય છે, એનાથી પાપબંધ થાય એ પણ જ્ઞાતાનું જ્ઞેય છે અને એના ફળમાં જે (નકાદિના ) પ્રતિકૂળ સંયોગો મળે એ પણ જ્ઞાતાનું જ્ઞેય છે. એ બધું શુભ અને અશુભ જ્ઞાતાનું ૫૨જ્ઞેય છે. સવારમાં કહ્યું હતું ને કે વ્રતના પરિણામથી જીવને સ્વર્ગમાં સ્ત્રીઓ મળે, સુખ (વૈભવ) મળે. શુભભાવથી સંયોગ મળે પણ સ્વભાવ ન મળે. એનો અર્થ એ કે ધર્મીને આત્મા રુચ્યો છે, એને શુભભાવથી-વ્રતાદિની રુચિ નથી. જ્ઞાનીને એ શુભભાવ, એનાથી થતું બંધન અને એનું ફળ જે આવે તે બધુંય પરજ્ઞેય તરીકે છે. એ સંયોગી ભાવ અને એ સંયોગો મારા એમ જ્ઞાની માનતો નથી.
શુદ્ધ આત્માના અનુભવી સમ્યગ્દષ્ટિને તો અતીન્દ્રિય આનંદના સ્વાદની રુચિ છે. અહાહા! ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય મળે તોપણ તે સમક્તિી હોવાથી તેને જ્ઞાનમાં પરશેય તરીકે જાણે છે, પોતાના તરીકે જાણતો નથી. સમયસાર નાટકમાં બનારસીદાસ કહે છેઃ
66
સ્વપરપ્રકાસક સકતિ હમારી
તાતેં વચન-ભેદ ભ્રમ ભારી શયદા દુવિધા પરગાસી
નિજરૂપા પરરૂપા ભાસી.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
આ પાંચ અણુવ્રત, પાંચ મહાવ્રત વગેરેના શુભભાવ એ મારા છે એમ જ્ઞાનીએ માન્યું નથી, પણ એ પરય તરીકે છે, સ્વર્શયમાં નહિ. તેથી તેના ફળ તરીકે જે કર્મનું બંધન પડયું એ પણ પરય તરીકે છે. મને બંધન છે, હું બંધાણો એમ જ્ઞાની માનતો નથી. તથા એના ફળમાં જે સંયોગ મળે તે પણ એને પરશેય છે. સંયોગ મારા છે એમ જ્ઞાની માનતો નથી.
સમ્યગ્દષ્ટિ ધર્મીને આત્માનો સ્વાદ રુચિકર છે. રુચિકર એટલે આનંદ આપનારો. રુચિ-શ્રદ્ધા-પ્રતીતિની વ્યાખ્યા આ છે કે-એને પ્રત્યક્ષ (આત્માના) આનંદનો સ્વાદ આવ્યો તે રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ છે. આ જૈનધર્મ છે જાઓ, જૈનદર્શન એ વસ્તુદર્શન છે. બધાને ભેગા કરીને વિશ્વધર્મ વિશ્વધર્મ કહે પણ એ વિશ્વધર્મ છે જ નહિ. ભગવાન સર્વજ્ઞદેવે કહેલો એક જ માર્ગ વિશ્વધર્મ-જૈનધર્મ છે. એને બીજા કોઈ ધર્મ સાથે મેળ છે નહિ. ભાઈ, બીજાને ઠીક લાગે કે ન લાગે, પણ વસ્તુ તો આ છે. વસ્તુ જ્ઞાનાનંદસ્વભાવી જે જ્ઞાયક આત્મા તેની રુચિ કરતાં જે જ્ઞાન અને આનંદની શક્તિ છે તે પર્યાયમાં પ્રગટ થાય છે, તેને આસ્વાદો એમ કહે છે. આ માર્ગ છે, આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. કુંદકુંદાચાર્યની એક ગાથા છે કે સમક્તિ જેવી કલ્યાણકારી જગતમાં કોઈ ચીજ નથી અને મિથ્યાત્વ જેવી અકલ્યાણકારી જગતમાં કોઈ ચીજ નથી.
તેથી અહીં કહે છે કે રસિકજનોને રુચિકર ઉદય થઈ રહેલું જે જ્ઞાન તે આસ્વાદો, કારણ કે “દ” આ લોકમાં “લાત્મા વિન’ આત્મા છે તે ખરેખર “વફથમ પિ' કોઈ પ્રકારે “નાત્મના સામ” અનાત્મા (પરદ્રવ્ય) સાથે “વા”િ કોઈ કાળે
તાવાગ્યવૃત્તિમ્ ન વનયતિ” તાદામ્યવૃત્તિ (એકપણું ) પામતો નથી. અનાત્મા એટલે રાગથી માંડીને બધી ચીજો અનાત્મા છે. આ આત્માની અપેક્ષાએ સિદ્ધ ભગવાન પણ અનાત્મા છે. અહાહા! અહીં કહે છે કે કોઈ પણ પ્રકારે કોઈ કાળે ભગવાન આત્મા પદ્રવ્ય સાથે એકરૂપ થતો નથી. ભગવાન જ્ઞાયકસ્વરૂપ પ્રભુ ગુણ-ગુણીના ભેદના વિકલ્પથી માંડીને બધાય જે અનાત્મા-પરદ્રવ્ય તેની સાથે એકપણાને પામતો નથી. આવો ધર્મ અને આવો માર્ગ! અહાહા !
પ્રશ્ન:-દયા પાળવી, વ્રત કરવાં એ તો તમે કહેતા નથી?
ઉત્તર-સાંભળને બાપા! એ દયા અને વ્રતનો જે વિકલ્પ છે એમાં તારી દયા નથી. પરની દયા પાળવાનો વિકલ્પ એ શુભભાવ છે. (સ્વરૂપની હિંસા છે.) બાપુ! સ્વના આશ્રયનો માર્ગ કોઈ અલૌકિક છે. તેથી પરનો આશ્રય છોડીને સ્વનો આશ્રય કર એમ કહે છે. આત્મા રાગ અને પર સાથે કદી પણ એક્તા પામતો નથી. કારણ કે
વ:' આત્મા એક છે. તે અન્ય દ્રવ્ય સાથે એકરૂપ થયો નથી. જુઓ એક કળશમાં કેટલું ભર્યું છે? અમારી આંખ સારી હતી, હમણાં જરા બગડી છે, અમારું શરીર અત્યાર સુધી નીરોગી રહ્યું છે, કોઈ દિવસ સુંઠ પણ ચોપડી નથી ઇત્યાદિ. આમ અમારું' અમારું એવી પર સાથે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૦-૨૧-૨૨ ]
[ ૭પ
એકત્વબુદ્ધિ કરીને મરી ગયો (સંસારમાં રખડ્યો). પણ ભાઈ ! પહેલાંય શરીર તારું કયારે હતું અને અત્યારે પણ તારું કયાં છે? કોઈ કાળે પણ (પરમાં) પ્રવૃત્તિ તું માને એમ થતી નથી.
મોક્ષ અધિકારમાં એમ લીધું છે કે રાગ અને ભગવાન આત્મા વચ્ચે સંધિ છે, તડ છે, નિઃસંધિ-એક કદીય થયા નથી. આવો પાઠ છે. ફક્ત તે એમ માન્યું છે કે આ રાગ, પુષ્ય, વિકલ્પ ઇત્યાદિ મારાં. એ તારી માન્યતામાં નિઃસંધિ-એકપણું છે. બાકી ખરેખર બે વચ્ચે સંધિ-તડ છે. આ લોકમાં આત્મા છે એ અનાત્મા સાથે કોઈ પ્રકારે ખરેખર એકપણું પામતો નથી, કારણ કે તે એક છે. તે બગડે બે થતો નથી. એકડે એક અને બગડ બે. આત્મા એકપણે છે અને રાગ બીજી ચીજ છે. આત્મા રાગ સાથે એકપણું પામતો નથી, જો એકપણું પામે તો તે આત્મા બગડી જાય, બગડ બે થઈ જાય. પરંતુ આત્મા બધાય અન્ય દ્રવ્ય-રાગાદિ વિકલ્પો સાથે એકરૂપ થતો નથી કેમકે તે એક “વ:” છે. આ ધર્મની રીત છે.
* કળશ : ૨૨ ભાવાર્થ *
આત્મા કોઈ કાળે અને કોઈ પ્રકારે પરદ્રવ્ય સાથે એટલે રાગ, શરીર, મન, વાણી, કર્મ, દેશ, જડ ઇન્દ્રિયો સાથે, અરે ખંડ ખંડ ભાવેન્દ્રિયો સાથે એક્તાભાવને પામતો નથી. આ રીતે આચાર્ય અનાદિથી પરદ્રવ્ય પ્રત્યે લાગેલો મોહ એટલે પરમાં થયેલી સાવધાનીથી આત્માનું ભેદજ્ઞાન બતાવ્યું છે, અને પ્રેરણા કરી છે કે એ એકપણાના મોહને હવે છોડો. રાગાદિ સાથેના એકપણાને હવે છોડી આત્મા એક છે એની સાથે એક્તા પ્રાપ્ત કરો, જ્ઞાનસ્વભાવ સાથે એકપણું પ્રગટ કરો, નિજ જ્ઞાનસ્વરૂપ આત્માના આનંદને આસ્વાદો-જ્ઞાનને આસ્વાદો. અહો ! અમૃતચંદ્રાચાર્યના કળશો ઘણા ગંભીર છે. એમની ટીકા પણ ઘણી ગંભીર છે. શાસ્ત્રોમાં કાંઈ ભાવ ભર્યા છે એમણે! જેમ આંચળમાંથી દૂધ સંભાળપૂર્વક દોહીને કાઢે તેમ શાસ્ત્રોમાં ભરેલા ભાવો તર્કની ભીંસ દઈને કાઢયા છે, ટીકામાં ભર્યા છે.
ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ (ચૈતન્યસ્વરૂપ) છે. રાગભાવ એ અચેતનસ્વરૂપ છે. ચાહે તો દયા, દાન, કે વ્રતનો વિકલ્પ હો કે ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ હો, એ (સઘળા) વિકલ્પ અચેતન છે. તેમાં જ્ઞાનસ્વભાવનું કિરણ નથી. રાગમાં જ્ઞાનસ્વભાવનું કિરણ નથી. માટે તે રાગનું આસ્વાદવું છોડી આ જ્ઞાનસ્વરૂપ આત્માને આસ્વાદો. ભગવાન આત્મામાં આનંદ, સુખનો આસ્વાદ છે. અનાદિકાળથી રાગનો આસ્વાદ કર્યો તે કાંઈ નવીન નથી. તેથ
જ્ઞાનને આસ્વાદો એમ કહે છે.
દુ:ખન
LLLL
ના
મોહ છે તે વૃથા છે.” ભાષા જુઓ. મોહ છે તે વૃથા અને અમોહ તે સફળ. મોહ કહેતાં પરમાં સાવધાની તે વૃથા-અફળ (મોક્ષ માટે છે.) અને અમોહ કહેતાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
સ્વરૂપમાં સાવધાની તે સફળ (મોક્ષ માટે) છે. પ્રવચનસાર ગાથા ૧૧૬ માં સફળ અને અફળ જુદી રીતે સંસારની અપેક્ષાથી આવે છે. ત્યાં પુણ્ય-પાપના ભાવનું (મોહ સહિત ક્રિયાનું) સફળપણું કહ્યું છે. એટલે તે વડે મનુષ્યાદિ જે ગતિ મળે છે તે અવશ્ય મળશે. અને મોહરહિત આત્માની ધાર્મિક ક્રિયાનું અફળપણું કહ્યું છે. એટલે એના ફળમાં સંસાર પ્રાપ્તિ નહિ મળે. આ પ્રમાણે મોહ વૃથા છે, જૂઠો છે, દુઃખનું કારણ છે. તથા અમોડું સફળ છે, સાચો છે અને સુખનું કારણ છે. એમ બાવીસમો કળશ પૂરો થયો.
[ પ્રવચન નં. ૬૨-૬૩-૬૪
*
દિનાંક ૩૧-૧-૭૬ થી ૨-૨-૭૬ ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૩-૨૪-૨૫
अथाप्रतिबुद्धबोधनाय व्यवसायः क्रियतेअण्णाणमोहिदमदी मज्झमिणं भणदि पोग्गलं दव्वं। बद्धमबद्धं च तहा जीवो बहुभावसंजुत्तो।। २३ ।। सव्वण्हुणाणदिट्ठो जीवो उवओगलक्खणो णिच्चं। कह सो पोग्गलदव्वीभूदो जं भणसि मज्झमिणं ।। २४ ।। जदि सो पोग्गलदव्वीभूदो जीवत्तमागदं इदरं। तो सक्को वत्तुं जे मज्झमिणं पोग्गलं दव्वं ।। २५ ।।
अज्ञानमोहितमतिर्ममेदं भणति पुद्गलं द्रव्यम्। बद्धमबद्धं च तथा जीवो बहुभावसंयुक्तः।। २३ ।। सर्वज्ञज्ञानदृष्टो जीव उपयोगलक्षणो नित्यम्। कथं स पुद्गलद्रव्यीभूतो यद्भणसि ममेदम्।। २४ ।। यदि स पुद्गलद्रव्यीभूतो जीवत्वमागतमितरत्। तच्छक्तो वक्तुं यन्ममेदं पुद्गलं द्रव्यम्।। २५ ।।
હવે અપ્રતિબુદ્ધને સમજાવવા માટે પ્રયત્ન કરે છે:
અજ્ઞાનથી મોહિતમતિ બહુભાવસંયુત જીવ જે, " बद्ध तेम सब पुलद्रव्य मारु" ते ४९. २3.
સર્વજ્ઞજ્ઞાનવિષે સદા ઉપયોગલક્ષણ જીવ જે, ते उभ पुशल थोडे 'भारंभा'तुं अरे! २४.
જો જીવ પુદ્ગલ થાય, પામે પુગલો જીવત્વને, તું તો જ એમ કહી શકે “આ મારું પુગલદ્રવ્ય છે”. ૨૫.
॥थार्थ:- [अज्ञानमोहितमतिः ] ४नी मति नथी. भोहित छ [ बहुभावसंयुक्त: ] भने ४ भोई, २, द्वेष हि ५९॥ मावोथी सहित छ मेवो [ जीवः ] 4 [भणति] सेम छ । [इदं] . [ बद्धम् तथा च अबद्धं ] शरी२६ पद तम ४ ધનધાન્યાદિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
અબદ્ધ [ પુતં દ્રવ્ય ] પુદ્ગલ દ્રવ્ય [મન] મારું છે. આચાર્ય કહે છે: [ સર્વજ્ઞજ્ઞાનદE:] સર્વજ્ઞના જ્ઞાન વડે દેખવામાં આવેલો છે [ નિત્યમ્ ] સદા [૩૫યો નક્ષT:] ઉપયોગલક્ષણવાળો [ નીવ:] જીવ છે [+:] તે [પુનિંદ્રવ્યોમૂત:] પુદ્ગલદ્રવ્યરૂપ [ N] કેમ થઈ શકે [યત ] કે [ મસિ ] તું કહે છે કે [ફર્વ મમ] આ પુદ્ગલદ્રવ્ય મારું છે? [ ] જો [ સા ] જીવદ્રવ્ય [પુત્રી દ્રવ્યમૂત: ] પુદ્ગલદ્રવ્યરૂપ થઈ જાય અને [ રૂતરત્] પુદ્ગલદ્રવ્ય [નીવ7] જીવપણાને [ીતિમ ] પામે [તત્] તો [વડું શp:] તું કહી શકે [ ] કે [ રૂદ્ર પુનું દ્રવ્યમ્ ] આ પુદ્ગલદ્રવ્ય [ મ મ ] મારું છે. (પણ એવું તો થતું નથી.)
ટીકા- એકીસાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવભાવોના સંયોગવશે જે (અપ્રતિબુદ્ધ જીવ) અનેક પ્રકારના વર્ણવાળા *આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિકપાષાણ જેવો છે, અત્યંત તિરોભૂત (ઢંકાયેલા) પોતાના સ્વભાવભાવપણાથી જે જેની સમસ્ત ભેદજ્ઞાનરૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે, અને મહા અજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે–એવો અપ્રતિબુદ્ધ જીવ સ્વપરનો ભેદ નહિ કરીને, પેલા અસ્વભાવભાવોને જ (પોતાના સ્વભાવ નથી એવા વિભાવોને જ) પોતાના કરતો, પુદ્ગલદ્રવ્યને “આ મારું છે” એમ અનુભવે છે. (જેમ સ્ફટિકપાષાણમાં અનેક પ્રકારના વર્ણની નિકટતાથી અનેકવર્ણરૂપપણું દેખાય છે, સ્ફટિકનો નિજ થત-નિર્મળભાવ દેખાતો નથી તેવી રીતે અપ્રતિબુદ્ધને કર્મની ઉપાધીથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહ્યો છે–દેખાતો નથી તેથી પુદ્ગલદ્રવ્યને પોતાનું માને છે.) એવા અપ્રતિબુદ્ધને હવે સમજાવવામાં આવે છે કે :દુરાત્મન્ ! આત્માનો ઘાત કરનાર! જેમ પરમ અવિવેકથી ખાનારા હસ્તી આદિ પશુઓ સુંદર આહારને તૃણ સહિત ખાઈ જાય છે એવી રીતે ખાવાના સ્વભાવને તું છોડ, છોડ. જેણે સમસ્ત સંદેહ, વિપર્યય, અનધ્યવસાય દૂર કરી દીધા છે અને જે વિશ્વને (સમસ્ત વસ્તુઓને) પ્રકાશવાને એક અદ્વિતીય જ્યોતિ છે એવા સર્વજ્ઞ-જ્ઞાનથી સ્ફટ (પ્રગટ) કરવામાં આવેલ જે નિત્ય ઉપયોગસ્વભાવરૂપ જીવદ્રવ્ય તે કેવી રીતે પુદગલદ્રવ્યરૂપ થઈ ગયું કે જેથી તું “આ પુદ્ગલદ્રવ્ય મારું છે' એમ અનુભવે છે? કારણ કે જો કોઈ પણ પ્રકારે જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્યરૂપ થાય અને પુગલદ્રવ્ય જીવદ્રવ્યરૂપ થાય તો જ “મીઠાનું પાણી ” એવા અનુભવની જેમ “મારું આ પુદ્ગલદ્રવ્ય” એવી અનુભૂતિ ખરેખર વ્યાજબી છે; પણ એમ તો કોઈ રીતે બનતું નથી. એ, દષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છે. જેમ ખારાપણું જેનું લક્ષણ છે એવું લવણ પાણીરૂપ થતું દેખાય છે અને દ્રવત્વ (પ્રવાહીપણું ) જેનું લક્ષણ છે એવું પાણી લવણરૂપ થતું દેખાય છે કારણ કે ખારાપણું અને દ્રવપણાને સાથે રહેવામાં
* આશ્રય = જેમાં સ્ફટિકમણિ મૂકેલો હોય તે વસ્તુ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૩-૨૪-૨૫ ]
(માલિની )
अयि कथमपि मृत्वा तत्त्वकौतूहली सन् अनुभव भव मूर्तेः पार्श्ववर्ती मुहूर्तम् । पृथगथ विलसन्तं स्वं समालोक्य येन त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम्।। २३ ।।
[ ૭૯
અવિરોધ છે અર્થાત્ તેમાં કોઈ બાધા નથી, તેવી રીતે નિત્ય ઉપયોગ-લક્ષણવાળું જીવદ્રવ્ય પુદ્દગલદ્રવ્ય થતું જોવામાં આવતું નથી અને નિત્ય અનુપયોગ (જડ) લક્ષણવાળું પુદ્દગલદ્રવ્ય જીવદ્રવ્ય થતું જોવામાં આવતું નથી કારણ કે પ્રકાશ અને અંધકારની માફક ઉપયોગ અને અનુપયોગને સાથે રહેવામાં વિરોધ છે; જડ-ચેતન કદી પણ એક થઈ શકે નહિ. તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, તારું ચિત્ત ઉજ્વળ કરી સાવધાન થા અને સ્વદ્રવ્યને જ ‘આ મારું છે' એમ અનુભવ. (એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.)
ભાવાર્થ:- આ અજ્ઞાની જીવ પુદ્દગલદ્રવ્યને પોતાનું માને છે તેને ઉપદેશ કરી સાવધાન કર્યો છે કે જડ અને ચેતનદ્રવ્ય-એ બન્ને સર્વથા જુદાં જુદાં છે, કદાચિત્ કોઈ પણ રીતે એકરૂપ નથી થતાં એમ સર્વજ્ઞે દીઠું છે; માટે હું અજ્ઞાની! તું પદ્રવ્યને એકપણે માનવું છોડી દે; વૃથા માન્યતાથી બસ થાઓ.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ:- [યિ] ‘ચિ' એ કોમળ સંબોધનના અર્થવાળું અવ્યય છે. આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હૈ ભાઈ! તું [થમ્ અવિ] કોઈ પણ રીતે મહા કરે અથવા [ મૃત્પા] મરીને પણ [તત્ત્વૌજૂદની સન્] તત્ત્વોનો કૌતુહલી થઈ [મૂ: મુહૂર્તમ્ પાર્શ્વવર્તી ભવ] આ શીરાદિ મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ [ અનુભવ ] આત્માનો અનુભવ કર [અથ યેન] કે જેથી [સ્પં વિલસત્તું] પોતાના આત્માને વિલાસરૂપ, [પૃથક્] સર્વ પદ્રવ્યોથી જુદો [ સમાતોવય] દેખી [ મૂર્ત્ય સામ્] આ શરીરાદિક મૂર્તિક પુદ્દગલદ્રવ્ય સાથે [yત્વમોહમ્] એકપણાના મોહને [જ્ઞમિતિ ત્યનસિ] તું તુરત જ છોડશે.
ભાવાર્થ:- જો આ આત્મા બે ઘડી પુદ્દગલદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે (તેમાં લીન થાય ), પરિષહ આવ્યે પણ ડગે નહિ, તો ઘાતીકર્મનો નાશ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરી, મોક્ષને પ્રાપ્ત થાય. આત્માનુભવનું એવું માહાત્મ્ય છે તો મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તો સુગમ છે; માટે શ્રી ગુરુઓએ એ જ ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે. ૨૩.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
* સમયસાર : ગાથા ૨૩-૨૪-૨૫ *
હવે અપ્રતિબુદ્ધને સમજાવવા માટે પ્રયત્ન કરે છે: જુઓ, કેટલાક એમ કહે છે કે આ સમયસાર મુનિજનો માટે છે, પણ અહીં આચાર્ય ભગવાન કહે છે- “મથ *પ્રતિવુદ્ધ-વોધનીય વ્યવસાય: યિતે” અપ્રતિબુદ્ધને સમજાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. જેને સમ્યગ્દર્શન નથી અને જે રાગને, પુણ્યને પોતાના માને છે એવા મિથ્યાષ્ટિને સમજાવવા પ્રયત્ન કરીએ છીએ એમ આચાર્યદવ કહે છે.
* ગાથા : ૨૩-૨૪-૨૫ : ટીકા ઉપરનું પ્રવચન *
એકી સાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવભાવોના સંયોગવશે જે (અપ્રતિબુદ્ધ જીવ) અનેક પ્રકારના વર્ણવાળા આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિક-પાષાણ જેવો છે.” જુઓ, સ્ફટિક-પાષાણની નજીકમાં કાળા, લાલ આદિ ફૂલ હોય તો જે એનું પ્રતિબિંબ સ્ફટિક પાષાણમાં પડે તે
સ્ફટિકની યોગ્યતાથી પડે છે, પણ એ લાલ, કાળા આદિ ફૂલને લઈને પડે છે એમ નથી. જો એ લાલ આદિ ફૂલને લઈને પડે તો લાકડું મૂકીએ તો એમાં પણ પડવું જોઈએ. (પણ એમ નથી.) એ (ફૂલ) તો નિમિત્ત છે અને નૈમિત્તિકમાં જે લાલ આદિ ફૂલનું પ્રતિબિંબ દેખાય છે એ તો સ્ફટિકની તે પ્રકારની પોતાની પર્યાયની વર્તમાન યોગ્યતાને લીધે છે. તેવી જ રીતે કર્મના ઉદયરૂપ રંગને લીધે આત્મામાં રાગ-દ્વેષરૂપ રંગ ઊઠે છે એમ નથી. એ (કર્મનો ઉદય) તો નિમિત્ત છે અને નૈમિત્તિક રાગ-દ્વેષ જે આત્મામાં ઊઠે છે તે તે પ્રકારની પોતાની પર્યાયની વર્તમાન યોગ્યતાને લીધે છે.
વળી જેમ કોઈ વાસણમાં સ્ફટિક મૂકયો હોય તો વાસણ જેવા રંગનું હોય તેવા જ રંગનો સ્ફટિક દેખાય છે. એ સ્ફટિકની પોતાની પર્યાયની વર્તમાન યોગ્યતાને કારણે છે નહિ કે વાસણના રંગને કારણે; તેમ એક સમયની પર્યાય-વિકારી હોય કે અવિકારીસ્વતંત્રપણે તે કાળે તે પ્રકારે ઉત્પન્ન થવાની યોગ્યતાથી થાય છે. પર્યાયનું વીર્ય પર્યાયને લઈને છે, ગુણના વીર્યને લઈને પર્યાયનું વીર્ય છે એમ પણ નથી. ચિવિલાસમાં આવે છે કે પર્યાયની સૂક્ષ્મતા પર્યાયને કારણે છે, દ્રવ્ય-ગુણના કારણે નહિ. ત્યાં પર્યાય એટલે માત્ર નિર્મળ પર્યાયની વાત નથી, પણ મલિન અને નિર્મળ પર્યાય સ્વતઃ પોતાના કારણે થાય છે એમ ત્યાં પર્યાયની સ્વતંત્રતા બતાવી છે.
સ્ફટિક અને ફૂલના સંયોગનું દષ્ટાંત હવે જીવ અને કર્મમાં ઉતારે છે. જે જ્ઞાનાનંદ ઉપયોગસ્વરૂપ સ્વભાવભાવે છે તેને જીવ કહીએ. પરંતુ અનાદિથી અનેક પ્રકારના એટલે આઠ પ્રકારના કર્મના બંધનની ઉપાધિની અતિ નિકટપણાને લઈને વેગપૂર્વક વહેતા અસ્વભાવભાવોના સંયોગવશે ચૈતન્યના ઉપયોગરૂપ જ્ઞાન, આનંદ આદિ સ્વભાવભાવો તિરોભૂત થઈ ( ઢંકાઈ ) ગયા છે. પોતે સંયોગ-નિમિત્તને (કર્મોદયને) વશ થતાં શુભાશુભ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૩-૨૪-૨૫ ].
[ ૮૧
પુણ્ય-પાપના અનેક પ્રકારના જે અસ્વભાવભાવો થાય છે એને વશ અજ્ઞાનીની અનાદિની દષ્ટિ છે. જુઓ, ભગવાન આત્મા ચૈતન્યતત્ત્વ જ્ઞાનઉપયોગનું દળ છે, જ્ઞાનાનંદસ્વરૂપી દળ છે, એની નિકટમાં આઠ પ્રકારના કર્મરજકણોનો અનેક પ્રકારનો સંબંધ છે. એ સંબંધ ઉપર એની દૃષ્ટિ હોવાથી એને રાગ-દ્વેષ અને વિકારી ભાવોનો વેગ વહે છે. એ વેગના ભાવમાં રમતો “એ વેગનો જે ભાવ છે તે મારો છે” એમ માનવાથી એને ચૈતન્ય જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે
ભગવાન જ્ઞાયકભાવસ્વરૂપ આત્માનો ચૈતન્યઉપયોગ તો સ્ફટિકની જેમ નિર્મળ છે. એ ઉપયોગમાં અતિ નિકટના જે અસ્વભાવભાવો-રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, વ્રત, તપ, દાન, ભક્તિ તથા કામ, ક્રોધ આદિ તે જણાય છે. એ જણાતાં એ અસ્વભાવભાવો જ હું છું એમ અજ્ઞાની માને છે. ઝીણી વાત છે, ભાઈ ! આ વ્યવહાર રત્નત્રયના વિકલ્પ, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવ્રતનો રાગ, ઇત્યાદિ જે બધા વ્યભિચારી ભાવો તે ચૈતન્યના ઉપયોગથી ભિન્ન છે, અચેતનરૂપ છે છતાં અનાદિ અજ્ઞાનથી અજ્ઞાની કર્મની નિકટતાથી ઉત્પન્ન થયેલા એ અસ્વભાવભાવોને પોતાના માની તે હું છું એમ માને છે.
પ્રશ્ન- એને શું આ અણ-ઉપયોગરૂપ અસ્વભાવભાવો છે એની ખબર નથી?
ઉત્તર:- હા, ખબર નથી. એને ભાન નથી તેથી તો તે અપ્રતિબદ્ધ છે.
જેમ સ્ફટિકમણિમાં લાલ, પીળા આદિ ફૂલની નિકટતાથી લાલ, પીળી આદિ ઝલક (ઝાય) જે ઊઠે છે એને લઈને એની સફેદાઈ (નિર્મળતા) ઢંકાઈ ગઈ છે, તિરોભૂત થઈ ગઈ છે; તેમ ચૈતન્યસ્વરૂપ જ્ઞાન ઉપયોગમય વસ્તુ જે આત્મા તેનો સ્વભાવ એ પુણ્ય-પાપ આદિ અસ્વભાવભાવોને લઈને ઢંકાઈ ગયો છે. એણે અનંતકાળમાં વ્રત, તપ, દયા, દાન, ભક્તિ ઇત્યાદિ તો અનંતવાર કર્યા છે. પરંતુ એ તો બધો રાગભાવ છે, કર્મની નિકટતાના વશે થયેલો અસ્વભાવભાવ છે. એ સર્વ રાગાદિ મલિનભાવમાં પોતાનું અસ્તિત્વ સ્વીકારવાથી અને ચૈતન્યરત્ન નિર્મળાનંદ ઉપયોગસ્વરૂપ આત્મા ઢંકાઈ ગયો છે.
હવે કહે છે- “અત્યંત તિરોભૂત ( ઢંકાયેલા) પોતાના સ્વભાવભાવપણાથી જેની સમસ્ત ભેદજ્ઞાનરૂપી જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે. અહાહા ! એકલો જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયકભાવ જે નિર્મળ શુદ્ધ ઉપયોગમય સ્વભાવભાવ છે તે રાગાદિ પુણ્ય-પાપના પરિણામને વશ થયો થકો ઢંકાઈ ગયો છે અને તેથી એની સમસ્ત ભેદજ્ઞાનજ્યોતિ અસ્ત થઈ છે. એટલે આ રાગાદિ તે હું નહિ, પણ આ ઉપયોગ છે તે હું છું એવા ભેદને પ્રકાશનારી ભેદજ્ઞાનજ્યોતિ એને અસ્ત થઈ ગઈ છે. અહાહા ! “હું તો ચૈતન્યસ્વરૂપ છું' એવો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પ જે ઊઠે એ હું નહિ કેમ કે એ વિકલ્પ તો અજીવ છે, અચેતન છે, અણ-ઉપયોગરૂપ છે, પુદગલ છે. આ ભેદજ્ઞાન છે. આવો માર્ગ માણસ સમજે નહિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
અને દયા પાળવી અને વ્રત પાળવાં એમ લઈને બેસી જાય. પણ એથી શું લાભ? એ તો (ચાર ગતિમાં) રખડવાનું છે. (એ શુભભાવથી) પહેલાંય રખડતો હતો, અત્યારેય રખડ છે અને ભવિષ્યમાં પણ રખડનાર છે. અહાહા! ભગવાન ચૈતન્યચિંતામણિ નિર્મળ જ્ઞાનજ્યોતિ અનાદિઅનંત નિત્ય ધ્રુવ સ્વભાવભાવરૂપ જે આત્મા તેનાથી ભિન્ન કર્મની નિકટતાથી ઉત્પન્ન અસ્વભાવભાવો ઉપર એની દૃષ્ટિ હોવાથી એ અનાદિ પર્યાયબુદ્ધિ છે. તેથી એને રાગ અને જ્ઞાયકની ભિન્નતા કરનારી ભેદજ્ઞાનજ્યોતિ અસ્ત થઈ ગઈ છે.
અહીં કહે છે કે નિર્મળ ઉપયોગસ્વરૂપ ભગવાન આત્માને કર્મનું નિકટપણું છે. નિકટપણું એટલે એકક્ષેત્રાવગાડું, નિયમસાર ગાથા ૧૮ ની ટીકામાં આવે છે કે-નિકટવર્તી અનુપચરિત અસદ્દભૂત વ્યવહારનયથી આત્મા દ્રવ્યકર્મનો í છે-એમ અહીં પણ નિકટપણે કહ્યું છે. ભગવાન આત્માના એકક્ષેત્રાવગાહમાં જડ રજકણો (ધૂળ) અતિ નિકટ છે. એ અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવભાવો-એમ કહ્યું છે ને? પ્રવચનસારમાં પણ “દોડતા પુણ્ય અને પાપ”—એમ આવે છે. “વેગપૂર્વક વહેતા” અને “દોડતા” એનો એક જ અર્થ છે કે એક પછી એક ગતિ કરતા ચાલ્યા જતા. એટલે એક પછી એક વેગથી વહેતા એટલે પર્યાયમાં એક પછી એક થતા એ પુણ્ય-પાપના ભાવો તે અસ્વભાવભાવો છે. એ અસ્વભાવભાવ અને આત્માના ઉપયોગમય સ્વભાવને ભિન્ન પાડવાની શક્તિ એને અસ્ત થઈ ગઈ છે, આથમી ગઈ છે તેથી અજ્ઞાની-અપ્રતિબદ્ધ છે. એની દૃષ્ટિમાં સ્વભાવભાવનો અભાવ (તિરોભાવ) થયો છે તેથી અસ્વભાવભાવનો સત્કાર-સ્વીકાર થયો છે. તેથી તે અધર્મરૂપ દષ્ટિ છે. અજ્ઞાનીને ભેદજ્ઞાનજ્યોતિ આથમી ગઈ હોવાથી તેને નિર્વિકાર પરિણામ ન થતાં રાગાદિ વિકાર જ ઉત્પન્ન થાય છે.
હવે કહે છે કે-“અને મહા અજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે.' જુઓ વસ્તુનો સ્વભાવ શાકભાવ છે. એનું એને મહા અજ્ઞાન છે. તેથી પોતે પોતાથી જ વિમોહિત છે. કર્મના કારણે એને મોહ થયો છે એમ નથી. અજ્ઞાનીને પર્યાયમાં જે અસ્વભાવભાવોની ઉત્પત્તિ થઈ છે તે પોતાના અજ્ઞાનને લઈને થઈ છે, પણ કર્મના કારણે નહિ.
આમ અસ્વભાવભાવથી–રાગાદિથી સ્વભાવરૂપ જ્ઞાયકને ભિન્ન પાડનારી ભેદજ્ઞાનશક્તિ જેને બીડાઈ ગઈ છે તેથી પોતે પોતાથી જ વિમોહિત છે-“એવો અપ્રતિબુદ્ધ જીવ સ્વપરનો ભેદ નહીં કરીને પેલા અસ્વભાવભાવોને જ પોતાના કરતો, પુદ્ગલ દ્રવ્યને “આ મારું છે” એમ અનુભવે છે.” ભગવાન જ્ઞાયક આત્મા જે નિર્મળ, ઉપયોગસ્વરૂપ પરમ પવિત્ર જીવસ્વભાવે છે તે સ્વ અને આ રાગાદિ ભાવ જે મલિન, અણઉપયોગરૂપ અપવિત્ર અજીવસ્વભાવે છે તે પર-એમ સ્વપરનો ભેદ નહીં કરીને પેલા અસ્વભાવભાવોને-દયા, દાન, વ્રત, ભક્તિ, પુણ્ય અને પાપ ઇત્યાદિ વિકારી વિભાવોને એ પોતાના છે એમ અજ્ઞાની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૩-૨૪-૨૫ ]
[ ૮૩
અનુભવે છે. અજ્ઞાનીને જે પુણ્ય-પાપના વિકલ્પ ઊઠે તેને વશ એ થઈ ગયો છે. તેથી તે સ્વપરની જુદાઈ ન કરતાં બન્નેને એકરૂપ કરે છે. એકેન્દ્રિય અવસ્થાથી માંડીને પંચેન્દ્રિય દ્રવ્યલિંગી મુનિને જે શુભભાવ થાય તે સઘળા અસ્વભાવભાવ છે. તે સર્વ અસ્વભાવભાવને તે પોતાના છે એમ માને છે.
પ્રશ્ન- કેટલાક કહે છે ને કે- “એ શુભભાવ સાધન છે અને નિશ્ચય વસ્તુ સાધ્ય
ઉત્તર- ભાઈ, એમ નથી. જો એમ હોય તો એનો અર્થ તો એમ થયો કે અચેતન રાગ સાધન અને ચૈતન્યસ્વભાવ તેનું સાધ્ય. અથવા રાગ જે અજીવ છે તે સાધન અને એનાથી સાધ્ય જીવસ્વરૂપ (વીતરાગતા) પ્રગટે છે. અથવા રાગ જે દુઃખસ્વરૂપ છે તે સાધન અને તેનાથી આનંદ પ્રગટે તે સાધ્ય. ભાઈ, વસ્તુ બહુ ઝીણી છે એટલે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અહીં તો અંદરના ઉપયોગને અને રાગને ભિન્ન પાડવો જોઈએ. પણ અજ્ઞાની તેમ કરતો નથી એમ કહે છે.
અહાહા ! એકલો જ્ઞાયક-જ્ઞાયક-જ્ઞાયક સત્ય પ્રભુ-એને અજાણક એવા જે રાગાદિ અચેતન દુઃખરૂપ ભાવ એનાથી ભિન્ન પાડી અનુભવવો એ સૂક્ષ્મ છે, કઠણ છે. પંડિત રાજમલજીએ એ જ વાત કળશટીકામાં ૧૮૧ માં કળશમાં કહી છે. ત્યાં કહ્યું છે કે“ભાવકર્મ જે મોહ-રાગ-દ્વેષરૂપ-અશુદ્ધ ચેતનારૂપ-પરિણામ, તે અશુદ્ધ પરિણામ વર્તમાનમાં જીવની સાથે એકપરિણમનરૂપ છે, તથા અશુદ્ધ પરિણામની સાથે વર્તમાનમાં જીવ વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે, તેથી તે પરિણામોના જીવથી ભિન્નપણાનો અનુભવ કઠણ છે, તોપણ સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં ભિન્ન પ્રતીતિ થાય છે.”
અજ્ઞાની આનંદસ્વરૂપ ભગવાન આત્માથી વિરુદ્ધ રાગાદિ દુઃખરૂપ અસ્વભાવભાવોને, ભેદ કરવાની શક્તિ તેને આથમી ગઈ હોવાથી મારાપણે-એકપણે છે એમ કરતો થકો પુદ્ગલદ્રવ્યને તે મારું છે એમ અનુભવે છે. અહીં જડ પુદ્ગલને અનુભવવાની વાત નથી પણ રાગ જે પુદ્ગલરૂપ છે તેને અનુભવે છે એમ કહે છે. જીવને પોતાની વિકારી દશા અનુભવમાં આવે છે તેથી અહીં વિકારને પુદ્ગલ કહી દીધા છે. ભગવાન ચૈતન્યદેવના આનંદનો અનુભવ નહિ, પણ રાગનો અનુભવ છે તેને અહીં પુદગલનો અનુભવ કહ્યો છે. આવી વાત છે, ભાઈ. એને કોઈ એમ કહે કે આ તો નિશ્ચયની એકલી વાત કરે છે. પણ આ નિશ્ચય એટલે સાચું જ આ છે. શુભ રાગ કરતાં કરતાં શુદ્ધ થાય, શુદ્ધનું સાધન શુભ એ તો બધાં આરોપિત કથન છે. ભાઈ, નિશ્ચયથી તો શુભરાગ અચેતન છે. ગાથા ૬ માં એ વાત આવી ગઈ છે કે એક જ્ઞાયકભાવ અનેકરૂપ શુભ-અશુભ ભાવોના જડ સ્વભાવે પરિણમતો નથી. જો એ પરિણમે તો જીવ જડ થઈ જાય. ચૈતન્ય ઉપયોગ-સ્વરૂપ ભગવાન આત્મા જો રાગના સ્વભાવે પરિણમે તો તે અચેતન જડ થઈ જાય.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
રાગાદિ ભાવ એ પુદ્ગલની જાત છે, અચેતન છે, દુઃખરૂપ છે. એને પોતે આનંદ-સ્વરૂપી ચૈતન્યભગવાન હોવા છતાં પોતાનો માને એનું નામ મિથ્યાત્વ છે. એવા મિથ્યાત્વી અપ્રતિબુદ્ધને હવે સમજાવવામાં આવે છે. જુઓ કોઈ એમ કહે કે આ સમયસાર તો મુનિને માટે છે તો અહીં આચાર્ય કહે છે કે એવા અપ્રતિબુદ્ધને સમજાવવામાં આવે છે.
પ્રશ્ન- અપ્રતિબુદ્ધ મુનિને સમજાવવામાં આવ્યું છે એમ કહો તો?
ઉત્તર- અપ્રતિબુદ્ધ મુનિ હોય જ નહિ. જેને આત્મજ્ઞાન નથી, આત્માનુભવ નથી તે મુનિ કેવા?
અહીં “એવા અપ્રતિબુદ્ધ' એમ લીધું છે. એવો કોણ અપ્રતિબુદ્ધ છે? તો કહે છે કે જેને કર્મનિમિત્તના વશે જે અસ્વભાવભાવ ઉત્પન્ન થયો તેને પોતાના માને છે એવા અપ્રતિબુદ્ધને સમજાવવામાં આવે છે કે –
“હે દુરાત્મ! આત્માનો ઘાત કરનાર! જુઓ, “હે દુરાત્મ” એ કરુણાનો શબ્દ છે હો. પરંતુ “હે આત્મ” એમ ન કહેતાં “દુરાત્મ” એમ કેમ કહ્યું? એમ કહી આચાર્ય એમ સમજાવે છે કે ભાઈ ! આનંદનો નાથ ભગવાન તું જ્ઞાનસ્વરૂપે છે ને. તારું સત્ત્વ તો જ્ઞાનસત્ત્વ છે, તારું સત્ત્વ કાંઈ પુણ્ય અને રાગાદિ નથી. તું અનંતવાર જૈનનો સાધુ થયો અને નવમી રૈવેયક ગયો. ત્યાં પણ તું રાગથી લાભ માનનારો, રાગને પોતાનું સ્વરૂપ માનનારો હતો. રાગથી ભિન્ન માનવાની તારી સ્વરૂપદશા હતી જ નહિ. અરેરે ! તારી જાત તો જ્ઞાનાનંદસ્વરૂપ ચેતન છે. તેને ભૂલીને તે રાગાદિ કજાતને પોતાની માની! આમ જીવની અનાદિથી મિથ્યાદશા છે એ બતાવવા ‘દુરાત્મન્ !' એમ સંબોધન કર્યું છે. એમાં આચાર્યની કરુણા જ છે.
વળી “આત્માનો ઘાત કરનાર ! એમ સંબોધન કર્યું છે ને? ત્યાં એમ કહ્યું કે-હે ભાઈ ! તે નિજ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માને ભૂલીને દયા, દાન, વ્રતાદિના ક્રિયાકાંડને પોતાનું સ્વરૂપ માન્યું છે. પણ એ સર્વ ક્રિયાકાંડ રાગસ્વરૂપ હોવાથી આત્માનો ઘાત કરનારા છે. દુઃખદાયક છે. આત્માના સુખનો નાશ કરવાવાળા છે. ભાઈ ! જીવતી જાગતી જ્યોતિ ઉપયોગસ્વભાવે વિરાજે છે તેનો અનાદર કરી હું રાગ છું એમ માનીને તે તારા આત્મસ્વભાવનો ઘાત કર્યો છે, હિંસા કરી છે. “હું રાગ છું” એવી રાગ સાથે એકપણાની માન્યતા જ મહા હિંસા છે એમ દર્શાવવા આચાર્યદવે “આત્માનો ઘાત કરનાર! એમ સંબોધન કર્યું છે. અહાહા ! આચાર્યદવની શું શૈલી છે! વસ્તુની વસ્તુ છે. કાંઈ વસ્તુ અવસ્તુ થઈ નથી. પણ વસ્તુને ન સ્વીકારતાં વસ્તુમાં જે નથી એવા વિકલ્પને-રાગાદિને સ્વીકારવાથી વસ્તુનો અનાદર થયો. તે જ આત્માની હિંસા છે. ઘાત
હવે આવી ખબર ન મળે અને કહે કે અમે જીવોની દયા પાળીએ, વ્રત પાળીએ અને ભક્તિ કરીને મંદિરો બંધાવીએ અને તેમાં મૂર્તિઓ સ્થાપીએ ઇત્યાદિ. પરંતુ આ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૩-૨૪-૨૫ ].
[ ૮૫
શું કરે છે ભગવાન? એ પરને કોણ કરી શકે ? એની વાત તો બહુ દૂર રહો, પણ એ પરના થવા કાળે તને જે રાગ થાય એ રાગ તે હું છું અને એ રાગ લાભદાયક છે એમ જો તું માને છે તો તું આત્મઘાતી છે. ચાહે લાખો મંદિર બંધાવી કરોડો રૂપિયા ખર્ચા હોય તો પણ આ મિથ્યા માન્યતા વડે તું આત્મઘાતી-મહાપાપી છે.
હવે દષ્ટાંત આપીને સમજાવે છે:-જેમ પરમ અવિવેકથી ખાનારા હસ્તી આદિ પશુઓ સુંદર આહારને તૃણ સહિત ખાઈ જાય છે એવી રીતે ખાવાના સ્વભાવને તું છોડ, છોડ.' જેમ હાથીને ચુરમું (લાડવો આપ્યો ) આપ્યું હોય અને ઘાસના પૂળા આપ્યા હોય તો પૂળા અને ચૂરમું ભેગું કરીને ખાય પણ ભેદ પાડે નહિ કે આ ચુરમું છે અને આ ઘાસ છે. ( આ મીઠાશવાળું ચુરમું છે અને મોળાસ્વાદવાળું આ ઘાસ છે એમ સ્વાદના ભેદથી બન્નેમાં ભેદ પાડતો નથી.) તેમ અજ્ઞાની જીવ જ્ઞાનાનંદસ્વભાવી આત્માની બાજામાં (નિકટમાં) જે રાગ થાય છે એનાથી લાભ માને છે અને રાગ મારી ચીજ છે એમ એ રાગનો અનુભવ કરે છે. પરંતુ જ્ઞાનને (રાગથી) જુદો પાડીને આનંદનો અનુભવ કરતો નથી. રાગનો અનુભવ તો દુ:ખનો-આકુળતાનો અનુભવ છે. તેથી અહીં કહે છે કે તું એવા રાગના અનુભવને છોડ. અંદર જે જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્મા વિરાજે છે તેનો અનુભવ કરે તો તને આનંદનો-સુખનો અનુભવ થશે.
અહાહા ! અમૃતનો સાગર ભગવાન અંદર જ્ઞાન અને આનંદથી છલોછલ ભરેલો છે. તેનો અનુભવ છોડીને પર સંયોગમાં સ્ત્રીના વિષયમાં, આબરૂમાં, ધનદોલતમાં, બાગ-બંગલામાં મને ઠીક પડે છે, મઝા પડે છે, મીઠાશ આવે છે એમ જે માને છે એ તો આત્મઘાતી છે જ. અહીં તો અંદર જે શુભરાગનો વિકલ્પ ઊઠે છે તેને પોતાનો માની એકમેકપણે અનુભવે છે, એ વિકલ્પ જ હું છું અને એથી મને લાભ (ધર્મ) છે એમ જે માને છે તે પણ આત્મઘાતી છે, હિંસક છે, ભલે પછી એ જૈન દિગંબર સાધુ હોય, પંચમહાવ્રત પાળતો હોય, જંગલમાં રહેતો હોય અને હજારો રાણીઓ છોડી હોય. ભગવાન! ધર્મ કોઈ જુદી ચીજ છે.
પ્રશ્ન:- સમકિતી તો ભોગવે ને?
ઉત્તરઃ- ભાઈ, તને ખબર નથી. સમક્તિીને છ— હજાર રાણીઓ, છ ખંડનું રાજ્ય, ચક્રવર્તીપણું અને કોઈને તીર્થકરણપણું પણ હોય પણ એને એ ભોગવતો નથી. સમક્તિીને જે વિકલ્પ આવે છે અને તે હળાહળ ઝેર માને છે. કાળો નાગ દેખીને જેમ થાય એમ એને એ ઉપસર્ગ માને છે, એમાં એને રસ કે આનંદ આવતો નથી. ચક્રવર્તી હોય એ મણિરત્નજડિત હીરાના સિંહાસન પર બેઠો હોય અને હજારો ચમરબંધી રાજાઓ એને ચામર ઢોળતા હોય પણ એમાં ક્યાંય એને આત્માનો આનંદ ભાસતો નથી. હા, એને રાગ આવે છે, હજુ આસક્તિ (ચારિત્રમોહજનિત) પણ છે, પણ એમાં એને સુખ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
ભાસતું નથી. એ રાગને એકપણે પોતાપણે અનુભવતો નથી. એ (રાગાદિ) અનાત્મામાં આત્મા માનતો નથી.
જેમ હસ્તી આદિ પશુઓ સુંદર આહારને તૃણસહિત ખાય છે એમ ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્માને તું રાગસહિત અનુભવ કરે છે તો તું ઢોર જેવો છે એમ કહે છે. સર્વથા એકાન્તવાદીઓના ૧૪ ભંગો-એકાન્ત નિત્ય-અનિત્યાદિના ૧૪ શ્લોકો (૨૪૮ થી ર૬૧) સમયસારમાં આવે છે. ત્યાં એ એકાન્તવાદીઓને વિવેકહીન પશુ કહીને સંબોધ્યા છે. અહા! જેને નિજસ્વભાવનું ભાન નથી અને એકાન્તદષ્ટિથી માને કે આ રાગ તે હું છું તો તે પશુ જ છે. એનું ફળ પણ અંતે પશુ એટલે નિગોદ જ છે. માટે આચાર્ય કરુણા કરીને કહે છે કે પશુ જેમ સુંદર આહારમાં ઘાસને ભેળવીને ખાય તેમ આ સુંદર જ્ઞાયકસ્વભાવી આત્મા સાથે રાગને ભેળવીને ખાવાના સ્વભાવને તું છોડ, છોડ. રાગથી ભિન્ન એક સુંદર જ્ઞાયકભાવનો અનુભવ કર. એ અનુભવ આનંદરૂપ છે, સુખરૂપ છે.
હવે કહે છે કે “જેણે સમસ્ત સદેહ, વિપર્યય, અનધ્યવસાય દૂર કરી દીધાં છે. અને જે વિશ્વને (સમસ્ત વસ્તુઓને) પ્રકાશવાને એક અદ્વિતીય જ્યોતિ છે એવા સર્વજ્ઞજ્ઞાનથી ફૂટ ( પ્રગટ) કરવામાં આવેલ જે નિત્ય-ઉપયોગસ્વભાવરૂપ જીવદ્રવ્ય તે કેવી રીતે પુદ્ગલ દ્રવ્યરૂપ થઈ ગયું કે જેથી તે આ પુદ્ગલ દ્રવ્ય મારું છે એમ અનુભવે છે?'
જુઓ, સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ અરિહંતદેવને સમસ્ત સંદેહરહિત નિઃસંદેહ, કોઈપણ પ્રકારની વિપરીતતા રહિત અવિપરીત અને કોઈપણ પ્રકારના અનધ્યવસાય એટલે અચોક્કસતા રહિત ચોક્કસ જ્ઞાન થયું છે. અહાહા! ચૈતન્યસૂર્ય સર્વશદેવ ભગવાનને એક સમયમાં લોકાલોકને જાણનારી કેવળજ્ઞાનરૂપ અદ્વિતીય જ્યોતિ પ્રગટ થઈ છે. ભગવાન તીર્થંકરદેવે કેવળજ્ઞાનમાં આ જીવ કેવો છે તે જોયો છે અને દિવ્યધ્વનિમાં કહ્યો છે. અહીં કહે છે કે ભગવાન સર્વજ્ઞદેવના જ્ઞાનમાં તો એમ આવ્યું કે આ જીવદ્રવ્ય નિત્ય-ઉપયોગ-સ્વભાવરૂપ છે. અહાહા! નિત્ય જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક એમ ઉપયોગસ્વભાવરૂપ જીવ છે. આ ત્રિકાળીની વાત છે હોં. જેને સર્વજ્ઞપણું ઉપયોગરૂપે પ્રગટ થયું એ અરિહંત પરમાત્માએ આત્માને નિત્ય-ઉપયોગસ્વરૂપ જ જોયો છે.
ભગવાન સર્વજ્ઞદેવે જોયું છે કે આ આત્મા વસ્તુ છે. તે નિત્યઉપયોગસ્વભાવમય એટલે જાણવા-દેખવાના સ્વભાવરૂપ ચેતન છે. એવા આત્માને વર્તમાનપર્યાયમાં નજરમાં ન લેતાં તારી નજર રાગ ઉપર ગઈ અને માનવા લાગ્યો કે રાગ તે હું, રાગ તે મારી વસ્તુ. પરંતુ રાગ તો જડ અચેતનરૂપ પુદ્ગલમય છે. તો તે રાગ મારો એટલે પુદ્ગલદ્રવ્ય મારું-એમ પુદ્ગલદ્રવ્ય તારું કેવી રીતે થઈ ગયું? ભગવાન કેવળીએ તો તારા આત્માને જાણવા-દેખવાના સ્વભાવરૂપે જ જોયો છે, અને તું કહે છે કે રાગ તે હું તો જે ચૈતન્ય ઉપયોગથી વિરુદ્ધભાવ-અચેતન રાગસ્વરૂપ તે તું કેમ થઈ શકે ? ( ન થઈ શકે)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૩-૨૪-૨૫ ]
[ ૮૭
એવું અચેતનપણું ચૈતન્યને કેમ શોભે ? (ન જ શોભે.) શું તું માને તેથી તું રાગરૂપે થઈ ગયો કે જેથી તું આ પુદ્ગલદ્રવ્ય મારું છે એમ અનુભવે છે?
પર્યાયમાં રાગનો અનુભવ એ તો પુદ્ગલનો અનુભવ છે. અહીં પુદ્ગલ એટલે પેલા જડ (સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળા) નહિ પણ અણઉપયોગસ્વરૂપ દયા, દાન, વ્રતાદિના પરિણામ જે પોતાને કે પરને જાણતા નથી તેથી જડ, અચેતન છે એની વાત છે. એ રાગાદિ પરિણામ ચૈતન્ય ઉપયોગસ્વરૂપથી ભિન્ન ચીજ છે. અહીં કહે છે કે ભગવાને તો તને ઉપયોગસ્વરૂપે જોયો છે તો હું આ રાગસ્વરૂપે છું એવી જાઠી માન્યતા કયાંથી લાવ્યો? ઝીણી વાત છે, બાપુ! સંપ્રદાયમાં તો આ વ્રત પાળો અને દયા કરો એટલે ધર્મ થઈ ગયો એમ કહે, પણ ભાઈ, માર્ગ જુદો છે. વસ્તુ આત્મા દ્રવ્યપર્યાયસ્વરૂપ છે. ત્યાં પર્યાય ધ્રુવ ઉપયોગરૂપ નિત્યાનંદસ્વભાવને લક્ષ કરી ન ઉપજે તો ધર્મ કેવી રીતે થાય ? વર્તમાન પર્યાયે ઉપયોગમાં દયા, દાન, વ્રતાદિના રાગને લક્ષમાં લઈ અને એ રાગ તે મારું અસ્તિત્વ એમ માન્યું તો એ તો પુદ્ગલનો અનુભવ થયો. ભગવાન આત્માનો અનુભવ તો રહી ગયો.
હવે કહે છે:-“જે નિત્ય-ઉપયોગસ્વભાવરૂપ જીવદ્રવ્ય તે કેવી રીતે પુગલદ્રવ્યરૂપ થઈ ગયું કે જેથી તું આ પુદગલદ્રવ્ય મારું છે એમ અનુભવે છે? કારણ કે જો કોઈપણ પ્રકારે જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્યરૂપ થાય અને પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્યરૂપ થાય તો જ “મીઠાનું પાણી” એવા અનુભવની જેમ “મારું આ પુદ્ગલદ્રવ્ય” એવી અનુભૂતિ ખરેખર વ્યાજબી છે; પણ એમ તો કોઈ રીતે બનતું નથી.'
શું કહે છે? મીઠું (લવણ) વરસાદમાં ઓગળી જાય અને બીજી મોસમમાં એ પાણીથી ભિન્ન થઈને મીઠું (લવણ) થઈ જાય. હવે મીઠું દ્રવતાં જેમ મીઠાનું પાણી અનુભવાય છે તેમ તું આનંદનો નાથ ચૈતન્યસ્વરૂપ જ્ઞાનરસકંદ ભગવાન આત્મા દ્રવીનેઓગળીને રાગરૂપે થઈ ગયો શું? (ના) જેમ મીઠું દ્રવીને પાણી થાય એમ ભગવાન ઉપયોગસ્વરૂપ આત્મા પોતાના ઉપયોગની સત્તા છોડીને અણ-ઉપયોગરૂપ એવા રાગરૂપે થાય તો “મારું આ પુદ્ગલદ્રવ્ય” એવી તારી અનુભૂતિ વ્યાજબી ગણાય. દયા, દાન, વ્રતાદિનો કે ગુણ-ગુણીના ભેદરૂપ વિકલ્પનો ઇત્યાદિ જે રાગ એ હું છું એવો તારો અનુભવ ત્યારે જ વ્યાજબી ગણાય કે ભગવાન આત્મા પોતાનો ત્રિકાળ જ્ઞાનાનંદસ્વભાવ છોડીને રાગરૂપે થઈ જાય. પણ એમ તો કોઈ રીતે બનતું નથી. ભગવાન આત્મા તો કાયમ અખંડ એકરૂપ જ્ઞાયકભાવસ્વરૂપે અનાદિઅનંત રહેલો છે; અને રાગ રાગપણે ભિન્ન જ રહે છે.
હવે એમ તો કોઈ રીતે બનતું નથી” એ વાત દષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છે:-“જેમ ખારાપણું જેનું લક્ષણ છે એવું લવણ પાણીરૂપ થતું દેખાય છે અને દ્રવત્વ (પ્રવાહીપણું જેનું લક્ષણ છે એવું પાણી લવણરૂપ થતું દેખાય છે કારણ કે ખારાપણું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
અને દ્રવપણાને સાથે રહેવામાં અવિરોધ છે અર્થાત તેમાં કાંઈ બાધા નથી તેવી રીતે નિત્ય ઉપયોગલક્ષણવાળું જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય થતું જોવામાં આવતું નથી અને નિત્ય અનુપયોગ (જડ) લક્ષણવાળું પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્ય થતું જોવામાં આવતું નથી.' અહાહા ! શું કહે છે? કે જેમ ખારાપણું અને પ્રવાહીપણું એ બે વિરુદ્ધ નથી (એકસાથે રહી શકે છે) એમ આ નિત્ય ઉપયોગલક્ષણવાળું જીવદ્રવ્ય રાગરૂપે થતું જોવામાં-દેખવામાં આવતું નથી. આવી વાત છે, ભાઈ. માણસને મૂળતત્ત્વની ખબર ન મળે અને પછી વ્રત, તપ અને ઉપવાસાદિ કરીને માને કે ધર્મ થઈ ગયો, પણ ભાઈ, એ બધું કરી કરીને મરી ગયો. એ રાગની ક્રિયાને-પુદ્ગલને કોઈ લોકો ધર્મ માને છે પણ એ ધર્મ નથી. કારણ કે એ શુભભાવથી પુદ્ગલ બંધાય અને એના ફળમાં પુદ્ગલ મળે, પણ આત્મા ન મળે.
ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવ સમજણનો પિંડ પ્રભુ નિત્ય-ઉપયોગસ્વભાવ છે. એને પર્યાયમાં દષ્ટિમાં-લક્ષમાં લીધા વિના પર્યાયમાં રાગનું લક્ષ કર્યું અને રાગને અનુભવ્યો. તેથી શું આત્મા રાગસ્વભાવે થઈ ગયો? મીઠાનું પાણી થાય એમ શું જ્ઞાયક રાગપણે થઈ જાય છે? (નહિ) આ વ્યવહારરત્નત્રય કહે છે ને? એ (વ્યવહારરત્નત્રય) નિયમસારમાં (૧૨૧ મા) કળશમાં કહેવામાત્ર–કથનમાત્ર છે એમ કહ્યું છે. એવા વ્યવહારરત્નત્રયનો રાગ તો અનંતવાર કર્યો. અહીં કહે છે કે શું જ્ઞાયક નિર્વિકલ્પસ્વરૂપ આત્મા એ રાગના વિકલ્પપણે થયો છે કે જેથી તું એને ધર્મ માને છે?
ખારાપણું અને દ્રવત્વમાં વિરોધ નથી. પરંતુ નિત્ય-ઉપયોગલક્ષણ જીવદ્રવ્ય અને અનુપયોગસ્વરૂપ પુદગલદ્રવ્ય-રાગ એ બેને વિરોધ છે. એ બે એકરૂપ થતા નથી. ચૈતન્ય ઉપયોગસ્વભાવ ભગવાન આત્મા રાગના વિપરીત સ્વભાવે કદીય થતો નથી. જેમ મીઠાનું પાણી થાય એ તો તે જોયું છે તેમ ભગવાન જ્ઞાયક ચૈતન્ય ઉપયોગસ્વરૂપ વસ્તુને અચેતન પુદ્ગલસ્વભાવે-રાગસ્વભાવે થતી કદીય જોઈ છે તે? ભાઈ ! રાગ તે હું એમ તે માન્યું છે, પણ વસ્તુસ્વરૂપ એમ નથી. રાગપણે જીવ કદીય થયો નથી.
જેમ સૂર્યના કિરણમાં પ્રકાશ હોય છે તેમ ચૈતન્યસૂર્ય ભગવાન આત્માના કિરણમાં (ચેતના) પ્રકાશ હોય છે, એમાં રાગ હોતો નથી; કેમકે રાગ તો અંધકારમય છે, અંધકાર એ કાંઈ સૂર્યનું કિરણ કહેવાય? (ન કહેવાય) તેમ રાગનો અંધકાર એ કાંઈ ચૈતન્યસૂર્યનો અંશ કહેવાય ? ( ન કહેવાય ) આ વસ્તુ બધે ગોટે ચઢી ગઈ છે. આ વાત બીજે ક્યાંય નથી અને સંપ્રદાયમાં કહે છે કે આ બધું નિશ્ચયાભાસ છે. ભાઈ ! એમ નથી. બાપુ! નિશ્ચય માર્ગ જ આ છે. ચૈતન્યસૂર્યનું કિરણ-પર્યાય તો નિર્મળ જ્ઞાનમય હોય પણ રાગમય-અંધકારમય ન હોય. રાગ તો મલિન, અચેતન જડ પુદગલરૂપ છે. તેને અને ચૈતન્યને તે એક માન્યા એ મિથ્યાત્વભાવ છે.
જે પર્યાયે, તે જેની છે એવા સ્વને (આત્માને ) શેય ન બનાવતાં જે એનામાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૩-૨૪-૨૫ ]
[ ૮૯
(આત્મામાં) નથી એવા રાગને શેય બનાવીને માન્યું કે તે (રાગ ) હું છું એ પર્યાય મિથ્યાત્વની પર્યાય છે. એને મિથ્યાષ્ટિ કહ્યો છે. જે પર્યાયે, તે જેની છે એવા પૂર્ણાનંદના નાથ ભગવાન આત્મા ત્રિકાળી ધ્રુવને દૃષ્ટિમાં લઈને એ (આત્મા) હું છું એમ સ્વીકાર કર્યો એ પર્યાય સત્ય થઈ, કેમકે એમાં સત્યનો સ્વીકાર છે. એ પર્યાય સમ્યગ્દર્શન છે, ધર્મ છે.
અહાહા ! આચાર્યોએ-દિગંબર સંતોએ અસીમ કરુણા કરી છે. તેઓ તો જંગલમાં વસતા હતા. એમને કોઈની શું પડી હતી? આ તાડપત્ર ઉપર અક્ષર લખાતા હતા એ જાણતા હતા. (એ લખતા હતા એમ નહિ) લખાઈ ગયા પછી કોઈ આવે તો સોંપી દઉં એમ કોઈની વાટ પણ જોવા રહેતા નહિ. અંકલેશ્વરની બાજુમાં સજોદ ગામ છે. ત્યાં આપણે ગયા હતા. બહુ નાનું ગામ છે. ભગવાનની પ્રતિમા બહુ જૂની છે. આસપાસ નદીના કાંઠે હજારો તાડપાત્રોનાં ઝાડ છે. ત્યાં જોવા ગયા હતા. મુનિઓ ત્યાં રહેતા અને ઝાડ પરથી નીચે ખરી પડેલાં તાડપત્રમાં લખતા અને ત્યાં મૂકી દેતા. કોઈ ગૃહસ્થને ખબર હોય કે મુનિરાજ તાડપાત્ર ઉપર લખે છે તો તે લખેલાં તાડપત્રો પડયાં હોય તે ઉપાડી લેતા. ભાઈ ! આ રીતે સંગ્રહ થઈને આ શાસ્ત્ર બન્યું છે. એમાં ભગવાન! કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્યદવે આ કહ્યું છે કે ભગવાન! તારી પ્રભુતા શુદ્ધ ઉપયોગમય છે. તારી ઈથરતા-સામર્થ્ય રાગથી અધિક-ભિન્ન અંદર આત્મામાં પડી છે. ૩૧ મી ગાથામાં કહ્યું છે ને કે :
“ जो इंदिये जिणित्ता णाणसहावाधिअं मुणदि आदं। તે વસ્તુ નિકિતિયં તે મMતિ ને ઉચ્છિા સાહૂા. ”
ભાઈ, રાગથી ભિન્ન-અધિક તારું જ્ઞાનતત્ત્વ અંદર ધ્રુવ પૂર્ણાનંદથી ભરેલું એક અખંડ પડેલું છે. એનો અનાદર કરી, એને વિષય ન બનાવતાં “રાગ તે હું છું” એમ પર્યાયે રાગને વિષય બનાવ્યો એ દષ્ટિ વિપરીત છે, મિથ્યા છે.
ભગવાન આત્મા ચૈતન્યજ્ઞાનઘન છે. જેમાં પહેલાં શિયાળામાં ઘી જામીને એવાં ઘન થતાં કે એમાં આંગળી તો ન ખૂપે પણ તાવેથોય ન પ્રવેશી શકે, વળી જાય. તેમ આ ભગવાન જ્ઞાનઘન એવો છે કે તેમાં શરીર, મન, વાણી અને કર્મ તો એમાં ન પ્રવેશી શકે પણ તેમાં વિકલ્પનોય પ્રવેશ નથી. જો આ નિત્ય-ઉપયોગસ્વરૂપ ભગવાનમાં વિકલ્પનો પ્રવેશ નથી તો “હું રાગ છું' એમ તું કેવી રીતે કહે છે? જેમ ખારાપણાને અને દ્રવપણાને અવિરોધ છે એટલે મીઠું દ્રવીને પ્રવાહીરૂપે થાય છે તેમ શું ભગવાન જ્ઞાનઘન નિત્ય ઉપયોગમય આત્મા દ્રવીને રાગપણે થાય છે? (નથી થતો.).
(સંપ્રદાયમાં) એમ બોલે કે “મા હણો, મા હણો.” વ્યાખ્યાન શરૂ થાય એટલે આમ બોલે. અમે પણ બોલતા હતા કે કોઈ જીવને “મા હણો, મા હણો” –આ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
ભગવાનનો ઉપદેશ છે. પણ એમ નથી, ભાઈ. પર જીવને કોણ હણી શકે છે? (અર્થાત્ કોઈ કોઈને હણી શક્યું નથી.) પરંતુ તું એ રાગને પોતાનો માનીને સ્વભાવની હિંસા કરે છે એ તારો ઘાત છે, એ પુણ્ય-પાપના વિકલ્પ તો રાગ છે, અસ્વભાવભાવ છે. અણ-ઉપયોગ મય અચેતન જડ છે અને દુઃખદાયક છે. પણ એને કયાં દરકાર છે? આખો દિવસ રળવું, ખાવું-પીવું અને ભોગવવું, બસ. કદાચિત સમય મળતાં સાંભળવા જાય તો કુગુરુઓ એને લૂંટી લે. બસ એવું સાંભળે કે દયા પાળો, વ્રત કરો આદિ; એથી કલ્યાણ થઈ જશે, ધૂળેય કલ્યાણ નહિ થાય, ભાઈ ! સાંભળને. ભગવાન સર્વજ્ઞદેવે જેવો જોયો છે એવા નિત્યઉપયોગ-સ્વભાવી ચૈતન્યસ્વરૂપ આત્માની તને ખબર નથી, ભાઈ. એ સદા જાણનાર-સ્વભાવે રહેલો જ્ઞાયક પ્રભુ કદીય રાગસ્વભાવે થતો નથી. મીઠું જેમ દ્રવીને પાણી થાય તેમ એ જ્ઞાનઘન દ્રવીને કદીય રાગપણે થતો નથી. અહો ! અદ્ભુત શૈલી અને અભુત વાત છે!
આ શરીર આદિ જડ એ તો બધા માટીના આકાર છે. એ કાંઈ આત્માના નથી, આત્મામાં નથી. એમાં આત્મા પણ નથી. એવા શરીરની આકૃતિને સુંદર દેખીને તને હોંશ અને ઉત્સાહ કેમ આવે છે? એ ઉત્સાહ (રાગ) તો પુદ્ગલનો ઉત્સાહ છે. તારો આત્મા ત્યાં ઘાત પામે છે. અરે! પરમાંથી આનંદ આવે છે એવું તે માન્યું છે પરંતુ તારા આનંદની ખાણ તો ત્રિકાળી ધ્રુવ પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા છે. તેમાંથી આનંદ આવે છે. જેમ ગોળના રવા હોય છે ને? તે રવા બહુ તડકો પડે એટલે પીગળીને રસ થાય? શું એ રસ ગોળનો હોય કે (કડવી) કાળી જીરીનો? તેમ ભગવાન આત્મા ધ્રુવ ઉપયોગમય જ્ઞાનાનંદસ્વભાવી છે. એમાં એકાગ્ર થતાં અંદરથી જ્ઞાન અને આનંદનો પ્રવાહ દ્રવે છે. જેમ ગોળ પીગળે તો ગળપણપણે પીગળે તેમ ભગવાન આત્મા પરિણામે તો જ્ઞાન અને આનંદની પર્યાયપણે પરિણમે. અને એને આત્મા કહેવાય.
અહો! ગાથાઓ કેવી અલૌકિક છે! એક-એક ગાથા ન્યાલ કરી નાખે એવી છે. એની દૃષ્ટિને ગુલાંટ ખવરાવે છે. આમ (આત્મામાં) જાને, ભાઈ ! એમ (રાગમાં) ક્યાં જાય છે? અરે ! તને વિકલ્પનું અને વિકલ્પ નિમિત્તે થતી શરીરની ક્રિયા-ઉપવાસાદિ વડ શરીર જીર્ણ અને શિથિલ થાય-એનું માહાભ્ય કેમ આવે છે? અનંત મહિમાવંત અંદર અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનનો નાથ એકલા જ્ઞાન અને આનંદનો રવો પડેલો છે એમાં એકાગ્રતા અને ધ્યાન કર તો, જેમ ગોળનો રવો ગળપણ પીગળે તેમ એમાંથી આનંદ અને જ્ઞાન આવશે.
હવે કહે છે કે:- નિત્યઉપયોગલક્ષણવાળું જીવદ્રવ્ય પુદગલદ્રવ્ય થતું જોવામાં આવતું નથી અને નિત્ય અનુપયોગ (જડ) લક્ષણવાળું પુદગલદ્રવ્ય જીવદ્રવ્ય થતું જોવામાં આવતું નથી કારણ કે પ્રકાશ અને અંધકારની માફક ઉપયોગ અને અનુપયોગને સાથે રહેવામાં વિરોધ છે; જડ, ચેતન કદી પણ એક થઈ શકે નહિ.' જુઓ, જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર ન હોય અને જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ ન હોય. તેમ ભગવાન આત્મા જ્યારે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૩-૨૪-૨૫ ]
[ ૯૧
ચૈતન્યપ્રકાશમાં હોય ત્યારે રાગ-અંધકારમાં ન હોય અને જ્યારે રાગ-અંધકારમાં હોય ત્યારે ચૈતન્યપ્રકાશમાં ન હોય. જાઓ, કેવી શૈલી લીધી છે? રાગને પહેલાં અસ્વભાવભાવ કહ્યો હતો, અહીં એને અંધકાર કહ્યો છે. ક્નકર્મ અધિકાર, ગાથા ૭રમાં રાગને અશુચિ, જડ અને દુ:ખરૂપ કહ્યો છે. રાગ જડ અને અંધકારરૂપ છે કેમ કે તે નથી પોતાને જાણતો કે નથી પરને જાણતો. તે જ્ઞાન વડે જણાવા યોગ્ય છે, પણ તે જાણતો નથી તેથી જડ છે.
અહાહાપ્રકાશને અંધકારની જેમ ઉપયોગ અને અણ-ઉપયોગને એટલે સ્વભાવભાવ અને અસ્વભાવભાવને, ચેતનભાવ અને અચેતનભાવને, આનંદભાવ અને જડભાવ (દુઃખમયભાવ)ને-બન્નેને એકરૂપે રહેવાનો વિરોધ છે. મોક્ષ અધિકારમાં આવે છે કે (સાધકને) જે રાગ આવે છે એ વિષકુંભ છે. અને જે વીતરાગભાવ છે તે અમૃતકુંભ છે. બન્નેને એકપણે રહેવામાં વિરોધ છે. એટલે સાધકને પર્યાયમાં બન્ને સાથે હોવા છતાં ભિન્ન વસ્તુપણે છે, એકપણે નથી. અહીં સાથે રહેવાનો વિરોધ છે એનો અર્થ એમ લઈએ કે જ્યાં આનંદ છે ત્યાં રાગ નથી તો એનો અર્થ એમ નથી, કેમકે મુનિઓને આનંદ છે અને રાગ પણ છે. પરંતુ આનંદ રાગથી ભિન્નપણે રહ્યો છે, બે એકપણે રહ્યા નથી. (એટલે કે મુનિઓને જે અંશમાં વીતરાગતા છે–આનંદ છે એ તો આત્મા સાથે એકપણે અનુભવમાં આવે છે અને જેટલો રાગ રહ્યો છે તે આત્માથી ભિન્નપણે છે.) માટે અહીં એમ લેવું કે ઉપયોગને અને અણ-ઉપયોગને સાથે એટલે એકપણે રહેવામાં વિરોધ છે. રાગ રાગરૂપે છે, જ્ઞાતા પોતે પોતામાં રહીને રાગને જાણે. રાગ છે માટે જાણે એમ નહિ, પણ જ્ઞાતાની જ્ઞાનશક્તિનું એવું સામર્થ્ય છે તે વડે જાણે
અહાહા ! આ ઉપયોગસ્વભાવ એ પ્રકાશસ્વરૂપ છે. અને દયા, દાન, વ્રત, ભક્તિ, ઉપવાસ આદિ શુભભાવ અંધકારસ્વરૂપ છે. ભારે આકરી વાત. અત્યારે તો લોકો આઠ ઉપવાસ કરે, અને એના ઉપર એક અઠ્ઠમ કરે તો પચીસ ઉપવાસનું ફળ મળે એમ કહે છે. પણ ભાઈ ! એ તો અપવાસ એટલે મીઠો વાસ છે. ત્યાં ઉપવાસ કયાં છે? ઉપ એટલે સમીપ, વાસ એટલે વસવું. આનંદના નાથ ભગવાન આત્માની સમીપ વસવું તે ઉપવાસ છે. પણ એ તો વસ્યો જ નથી ને.
આત્મા ચૈતન્યપ્રકાશસ્વરૂપ છે અને રાગ અંધકારરૂપ છે. બન્નેને એકપણે રહેવામાં વિરોધ છે. એટલે કે બન્ને કદાપિ એકપણે થાય નહિ. મોક્ષ અધિકારમાં કળશટીકામાં લખ્યું છે કે બે વચ્ચે સંધિ છે, નિ:સંધિ-એક થયા નથી. ચૈતન્યજ્યોતિ જ્ઞાનપ્રકાશની મૂર્તિ અને રાગ-અંધકાર એ બે વચ્ચે કદીય એક્તા થઈ નથી. બે વચ્ચે સંધિ છે, તડ છે અને જુદા છે. આવો વીતરાગનો માર્ગ છે, ભાઈ. જગ આખું અંધકારમાં ચાલે છે. (પદ્રવ્યમાં) આ કરું અને તે કરું, આ છોડું અને આ ગ્રહણ કરું એવા વિકલ્પો શું તારી જાત છે? (ના.) આ વિકલ્પો તો આત્માનો તિરસ્કાર કરનારા છે. આત્મા સાથે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
એમને વિરોધ છે. એ ભાવો કદીય આત્મા સાથે એકપણે નથી. તેથી એ શરીર, મન, વાણી અને સર્વ વિકલ્પોનું લક્ષ છોડી ભગવાન જ્ઞાયક પ્રકાશ સ્વરૂપ જે ઉપયોગસ્વભાવે વિરાજે છે તેમાં અંદરમાં જો ને. (તેથી તારું ભલું થશે.)
પ્રવચનસાર, ગાથા ૨૦૦ માં આવે છે કે જ્ઞાયક તો જ્ઞાયકપણે જ રહ્યો છે. પણ તે મોહ વડે અન્યથા અધ્યવસિત કર્યો છે. એટલે કે તે એને બીજી રીતે માન્યો છે કે હું (જ્ઞાયક) રાગપણે છું. વસ્તુ તો જ્ઞાયકપણે અનાદિઅનંત રહી છે, પણ તે માન્યતામાં ગોટાળો કર્યો છે. પણ તે માને એટલે શું વસ્તુ જ્ઞાયક જ્ઞય ( રાગ, પરવસ્તુ) સાથે એકરૂપ થઈ છે? ( નથી થઈ ) વસ્તુ જ્ઞાયક ચૈતન્યસૂર્ય તો શાંતરસવાળો ઉપશમરસથી ભરેલો શાંત-શાંત સમુદ્ર-દરિયો છે. (જગતનો) સૂર્ય તો ઉષ્ણ છે, પણ આ ચૈતન્યસૂર્ય તો ઉપશમરસનો દરિયો છે. ભક્તિમાં આવે છે ને કે-“ઉપશમરસ વરસે રે પ્રભુ! તારા નયનમાં.” આત્મા ઉપશમરસનો કંદ અકષાયસ્વભાવી–વીતરાગસ્વરૂપી છે. એ વીતરાગસ્વભાવી વસ્તુ શું કદીય રાગપણે થાય? (કદી ન થાય.)
હવે કહે છે:-“તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, તારું ચિત્ત ઉજ્જવળ કરી સાવધાન થા અને સ્વદ્રવ્યને જ “આ મારું છે” એમ અનુભવ (એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.)” શું કહે છે? આનંદમૂર્તિ ભગવાન ચૈતન્યપ્રકાશની ઝળહળ જ્યોતિ ત્રિકાળ એવી ને એવી રહી છે, રાગપણે-દુ:ખપણે થઈ જ નથી. તેથી તું સર્વ પ્રકારે (ગ્લાનિ અને નિરાશા છોડીને) પ્રસન્ન થા. અહાહા ! એક વાર હું પાડ, એક વાર આ ચૈતન્યસ્વરૂપ ભગવાનનો આદર કર. એક વાર તેમાં દષ્ટિ કર તો અંદરમાં એકલી વીતરાગમૂર્તિ જિનસ્વરૂપે ભગવાન વિરાજે છે તેના તને દર્શન થશે. કહ્યું છે ને કેઃ
“જિન સો હી હૈ આત્મા, અન્ય સો હી હૈ કર્મ યહૈ વચનસે સમજ લે જિનપ્રવચનકા મર્મ.”
અહો ! અમૃતચંદ્રાચાર્યદવે ટીકામાં અદ્દભુત અમૃત રેડ્યાં છે. કહે છે સર્વ પ્રકારે પ્રસન્ન થા. વીર્યને ઉછાળી એવી ને એવી જે જ્ઞાનાનંદસ્વરૂપ ચીજ પડી છે એની અંદર જા. તેથી તને આનંદ-અમૃતનો સ્વાદ આવશે. કરવાનું તો આ છે, ભાઈ. આ કર્યું નહિ તો કાંઈ કર્યું નહિ. દુનિયા આવી સરસ વાતોને છોડી તકરાર, વાદવિવાદ અને ઝઘડામાં પડે, પણ એમાં આત્મા ક્યાં મળે?
અનંતવાર નરકમાં ગયો, નિગોદમાં ગયો, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કર્યા, મિથ્યાત્વભાવ સેવ્યા, પરંતુ વસ્તુ જ્ઞાયક ભગવાન તો એવો ને એવો જ રહ્યો છે. તેથી કહે છે કે તું પ્રમુદિત થઈ, પ્રસન્ન થઈ ચિત્તને ઉજ્વળ કર. પરના લક્ષે જે તારું ચિત્ત મલિન છે તે સ્વનું લક્ષ કરી નિર્મળ કર અને અંદર એકરૂપ જ્ઞાયકભાવમાં જ સાવધાન થઈ એ સ્વદ્રવ્યને જ “આ મારું છે' એમ અનુભવ. અહાહા ! સ્વદ્રવ્ય જે નિજ ત્રિકાળી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૩-૨૪-૨૫ ]
[ ૯૩
જ્ઞાયકભાવ ચિદાનંદસ્વરૂપ એ જ હું છું એમ વર્તમાન પર્યાયને ત્યાં જડી દે, એમાં સ્થિર કરી દે. અહો ! કેવી શૈલી ! તદ્દન સાદી ભાષામાં ઊંચામાં ઊંચું તત્ત્વ ભર્યું છે. કહે છે કેપ્રસન્ન થઈ અંતરંગમાં સાવધાન થઈ પરિણતિને એક જ્ઞાયકમાં જ લીન કરી દે, ડૂબાવી દે. લ્યો, આ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
* ગાથા ૨૩-૨૪-૨૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
આ અજ્ઞાની જીવ પુદ્ગલદ્રવ્યને પોતાનું માને છે તેને ઉપદેશ કરી સાવધાન કર્યો છે કે જડ અને ચેતનદ્રવ્ય-એ અને સર્વથા જુદાં જુદાં છે.:-અજ્ઞાની જીવ કોને કહીએ? આ દેહમાં ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપે વિરાજમાન છે. પરંતુ પોતે કોણ અને કેવો છે એનું જેને ભાન નથી તે અજ્ઞાની છે. આવો અજ્ઞાની જીવ પુદ્ગલદ્રવ્યને પોતાનું માને છે. જેને પોતાની વસ્તુ જે અનાદિથી જ્ઞાનાનંદસ્વરૂપ છે તે ખ્યાલમાં આવી નથી તેથી તે અન્યત્ર પરમાં પોતાનું અસ્તિત્વ માને છે. તે પુણ્ય-પાપના ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવ કે હિંસા, જૂઠ, ચોરી આદિ અશુભભાવ-જે નિશ્ચયથી પુદ્ગલ છે, સ્વભાવ નથી–તેને પોતાના માને છે.
પોતાના સત્ત્વની અનાદિથી ખબર નહીં હોવાથી પોતાની ચીજથી વિપરીત એવા પુણ્ય-પાપના વિકલ્પોને-રાગને પોતાનું સર્વ જે માને છે તેને અહીં સંતોએ ઉપદેશ કરી સાવધાન કર્યો છે. ભાઈ ! તું તો ત્રિકાળી જ્ઞાયક પ્રભુ ચેતનદ્રવ્ય છે. અને જેને તું પોતાના માને છે એવા આ પુણ્ય-પાપના વિકલ્પો-રાગ તો અચેતન જડ છે, પુદગલરૂપ છે. માટે આ તારી માન્યતા અજ્ઞાન છે કેમ કે જડ અને ચેતનદ્રવ્ય સર્વથા જુદા જુદા છે, કોઈ પણ પ્રકારે તે બે એક નથી.
જૈનપત્રોમાં (સામયિકોમાં ) બધું ઘણું આવે છે કે-આ વ્યવહાર, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજાના જે ભાવ છે અને પુણ્ય કહી હેય કહો છો. પણ એનાથી તો તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, ઇન્દ્ર આદિ પદવી મળે છે અને પછી મોક્ષ થાય છે. તો એને (પુણ્યને) હેય કેમ કહેવાય? તમે એને હેય કહો છો એ અજ્ઞાન છે. ઘણું લખ્યું છે કે ભગવાને એને ધર્મ કહ્યો છે અને એનાથી ઊંચાં પદ મળે અને પછી મોક્ષે જાય ઇત્યાદિ. અરે ભાઈ ! તને ખબર નથી, બાપુ. એ પદવીનાં પુષ્પો કોને હોય છે? જેને આત્મા સચ્ચિદાનંદ ભગવાન અનંત-આનંદનો કંદ પ્રભુ અંદર વિરાજે છે તે અનુભવમાં આવ્યો છે, જેને આત્માના જ્ઞાનાનંદ સ્વભાવનો (સ્વસંવેદન પ્રત્યક્ષ) સાક્ષાત્કાર થયો છે અને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે એવા સમક્તિીને કંઈક મંદરાગ (પુણ્યભાવ) હોય છે. એને આ રાગના ફળમાં તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, ઇન્દ્ર આદિ સાત સ્થાનો જે કહ્યાં છે તે હોય છે. જેને રાગ હયબુદ્ધિએ છે અને રાગની ઇચ્છા નથી એવા સમ્યગ્દષ્ટિને રાગના (વ્રતાદિના) ફળમાં આ પદો હોય છે. પરંતુ અજ્ઞાનીને તો આ પદો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
હોય જ નહિ, કેમકે તેને આત્મજ્ઞાન અને સમ્યગ્દર્શનના અભાવમાં જે પુણ્ય આદિ ભાવ થાય તેમાં આત્મબુદ્ધિ છે અને એ જ મિથ્યાદર્શન અને અજ્ઞાન છે.
અહાહા ! આ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શાશ્વત વસ્તુ છે. આ કાંઈ નવી નથી, કોઈએ કરી નથી. અનાદિથી છે અને અનંતકાળ રહેનાર છે. એવો એ અવિનાશી છે. એ અવિનાશી વસ્તુમાં અવિનાશી અનંત અનંત શક્તિઓ પડી છે. દર્શન, જ્ઞાન, આનંદ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સ્વચ્છત્વ, ઉત્પાદ-વ્યય-ધ્રુવવ આદિ અનેક છે.
પ્રશ્ન:- ગુણને ઉત્પાદ-વ્યય હોય નહિ. તો ઉત્પાદ-વ્યય-ધુવત્વ ગુણ કેમ કહ્યો?
ઉત્તરઃ- ગુણોને તો ઉત્પાદ-વ્યય હોય નહિ એ બરાબર છે. ગુણો તો ધ્રુવ જ છે. પણ અહીં તો ઉત્પાદ-વ્યય-ધ્રુવત્વ શક્તિ છે એ ગુણ છે. તે ધ્રુવ છે. એ આત્મદ્રવ્યનો ગુણ છે. જેના કારણે દ્રવ્ય નવી પર્યાયપણે ઉપજે અને પૂર્વપર્યાયપણે નાશ પામે અને દ્રવ્યપણે ધ્રુવ-કાયમ રહે. આવી શક્તિ (ઉત્પાદ-વ્યય-ધ્રુવ7) આત્મામાં નિત્ય રહેલી છે. ભગવાન નિત્યાનંદસ્વરૂપ આત્મામાં જે અનંત શક્તિઓ છે તે બધી નિત્ય છે, ધ્રુવ છે.
આવા પોતાના ઘરની વાત મૂકી દઈને જે પરની પંચાત કરે તે અજ્ઞાની છે. એ પુણ્ય-પાપના વિકલ્પોને-રાગને પોતાના માને છે. એ પરદ્રવ્યને પોતાનું માને છે. એને અહીં સાવધાન કર્યો કે ભાઈ ! સાવધાન થા. “જડ અને ચેતનદ્રવ્ય બને સર્વથા જુદાં છે, કદાચિત્ કોઈ પણ રીતે એકરૂપ નથી થતાં એમ સર્વજ્ઞ દીઠું છે.” ભગવાન આનંદમૂર્તિ પ્રભુ ચૈતન્યસ્વરૂપ આત્મા જુદો છે અને જે પુણ્ય-પાપના વિકલ્પો ઊઠે છે એ અચેતન જડ વિકલ્પો પણ જુદા છે.એક ચેતન અને બીજી અચેતન હોવાથી બન્ને ભિન્ન ચીજ છે. હવે આ શરીર, બાયડી, છોકરાં, ગામ અને દેશ એ તો ક્યાંય દૂર છે. એને મારા માને તો શું મૂર્ખાઈનો પાર છે કાંઈ? પ્રભુ! તું મૂળમાંથી ભૂલ્યો. અહીં સૂક્ષ્મ વાત કરી છે. આ જીવ અધિકાર છે ને? એટલે કહે છે કે આ વ્રત, તપ આદિ વિકલ્પો અજીવ છે, જીવ નહિ. કેમકે જીવ હોય તો જુદા પડે નહિ. પણ એ તો જુદા પડી જાય છે. એ બન્ને સર્વથા જુદા જુદા છે, કોઈ રીતે એક છે એમ નથી. જૈનશાસનમાં સર્વથા હોય નહિ એમ કેટલાક કહે છે. આ શું કહે છે? કે આત્મા અને રાગ સર્વથા જુદા છે. અને આ શરીરાદિ અને આત્મા તો સર્વથા ભિન્ન જ છે.
આ આત્મા ચૈતન્યબિંબ છે. અને શરીર તો માટી–ધૂળ જડ છે. પણ આવું નક્કી કરવાની ફુરસદ કયાં છે? એના ભાન વિના દયા, દાન, વ્રતાદિ કરે અને એ પુણ્યના ફળમાં સ્વર્ગાદિ કે આ ધૂળની કરોડ-બે કરોડની શેઠાઈ મળે. એ ધૂળના શેઠીઆ વૈભવના મદમાં પાછા મરીને હેઠે (નર્ક, નિગોદમાં) ચાલ્યા જાય. (આમ ચક્કર ચાલ્યા કરે છે. ) અહીં કહે છે કે ભગવાન સચ્ચિદાનંદ આત્મા અને રાગ તથા શરીર તદ્દન ભિન્ન ચીજ છે. એ કોઈ પણ રીતે એક થતા નથી એમ સર્વજ્ઞ દીઠું છે; માટે હું અજ્ઞાની! તું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૩-૨૪-૨૫ ]
[ ૯૫
પદ્રવ્યને એકપણે માનવું છોડી દે. આ પહેલી વાત કે આત્મા શરીર અને રાગાદિથી ભિન્ન છે એ એને આકરી પડે છે. એટલે શુભભાવ કરતાં કરતાં સારી પદવી મળશે અને પછી મોક્ષ થશે એમ વિચારે છે. પણ ધૂળેય નહિ મળે (ઊંચાં પુણ્ય નહિ બંધાય), સાંભળને અજ્ઞાનીને પદવી કેવી?
પ્રશ્ન:- પહેલાં ભૂમિકા તૈયાર કરવી પડે ને?
ઉત્તર:- પહેલાં રાગથી ભિન્ન પડે એ ભૂમિકા છે. આ આત્મા જ્ઞાનપ્રકાશના નૂરનું પૂર છે એવી એને ખબર જ ક્યાં છે? એ જોવાની એને દરકારેય કયાં છે? પછી ભૂમિકા શામાં તૈયાર કરશે? અરેરે! હા હો અને હરિફાઈ-રળવું, ખાવું-પીવું, કુટુંબ આદિ ભોગવવું, મરવું અને ચાર ગતિમાં રખડવું ઇત્યાદિ સિવાય એને બીજું વિચારવાની નવરાશ જ કયાં છે?
ભાઈ ! તારું સ્વરૂપ તો ત્રિકાળી જ્ઞાતા-દષ્ટા છે. એ સ્વરૂપના ભાન વિના પુણ્યભાવના વિકલ્પોથી ધર્મ થાય એમ તું માને છે પણ એ મિથ્યાદર્શન છે. એમ કે પુણ્ય તો કરીએ ને? પણ ભાઈ ! એને એના ક્રમમાં શુભભાવ આવ્યા વિના રહેશે નહિ. ક્રમમાં એને શુદ્ધતા નહિ થાય, અને જ્ઞાનીને પૂર્ણ શુદ્ધતા નહિ હોય ત્યાંસુધી શુભભાવ આવશે, વ્યવહાર આવશે. પણ એ હેય છે. આવું વસ્તુ સ્વરૂપ છે, ભાઈ. શું થાય? તેથી કહે છે કે વૃથા માન્યતાથી બસ થાઓ.' રાગ એ હું એવી રાગ સાથે એકપણાની વૃથા માન્યતા છોડી દે. અને આ ચૈતન્યસ્વરૂપ આત્મા તે હું એમ સ્વરૂપનો અનુભવ કર.
હવે આ જ અર્થના કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૨૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
જિ” એ કોમળ સંબોધનના અર્થવાળું અવ્યય છે. આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ! “થન્ પિ મૃત્વા' તું કોઈ પણ રીતે મહા કષ્ટ અથવા મરીને પણ “તત્વવેકૌતુહતી મન’ તત્ત્વનો કૌતુહલી થઈ “ભવમૂર્તે: પાર્થવર્તી મુહૂર્તમ’ આ શરીરાદિ મૂર્તદ્રવ્યોનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ “અનુભવ” આત્માનો અનુભવ કર. જાઓ, કહે છે કે ભગવાન! તું આનંદનો નાથ છે તેને રાગ અને શરીરથી ભિન્ન પાડીને જ. તારું ચિદાનંદ સ્વરૂપ અનાદિઅનંત એવું ને એવું વિરાજે છે તેને મહાકષ્ટ એટલે કષ્ટ કરીને એમ નહિ પણ મહાન પુરુષાર્થ કરીને, મરીને પણ એટલે મરણની ચિંતા (પરવા) કર્યા વિના તું તત્ત્વનો કૌતુહલી થા.
અહાહા ! આ “આત્મા, આત્મા’ એમ કર્યા કરે છે એ ચીજ છે શું? કોઈ દિવસ જોઈ નથી એ ચીજ શું છે? એક વાર કૌતુહલ તો કર. નવી ચીજ જોવાનું કૌતુહલ કરે છે ને? એમ એને જોવાનું એક વાર તો કૌતુહલ કર. ઘણા વર્ષની વાત છે. એક રાણી હતી. એ ઓઝલમાં (પડદામાં) રહેતી. જ્યારે બહાર નીકળે ત્યારે લોકો કુતૂહલથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
જોવા નીકળે કે રાણીસાહેબા કેવાં હશે ? પછી હોય ભલે મડદા જેવાં પણ ઓઝલમાં રહે એટલે જોવાનું કૌતુહલ થાય. અહીં એમ નથી. અહીં તો ચૈતન્યહીરલો અંદર પડયો છે. તેથી કહે છે કે ભગવાન જ્ઞાનની મૂર્તિ અંદર પૂર્ણ ચૈતન્યપ્રકાશ પડયો છે એને રાગ અને શરીરથી ભિન્ન પાડીને જો. જરા કૌતુહલ તો કર કે આ જોનાર કોણ છે? જે શરીરને જાણે, રાગને જાણે, આ જાણે, તે જાણે એ જાણનારમાં શું છે? કહે છે કે જાણનાર જે શરી૨ અને રાગાદિને જાણે તે શરીર અને રાગાદિ એમાં નથી. જેમ શરીર અને રાગ જ્ઞાનમાં નથી તેમ જ્ઞાન શરીર અને રાગમાં નથી.
હું ભાઈ! આ ચૈતન્યતત્ત્વ શું છે એમ જાણવાનું કુતુહલ (જિજ્ઞાસા ) કરી એને જો. વીસ વર્ષ પહેલાંની આ વાત છે. જામનગરમાં નવથી દશ વર્ષનો એક નાનો છોકરો હતો. એણે પ્રશ્ન કર્યો કે-મહારાજ! ચર્ચામાં આપ આત્મા આત્મા કરો છો પણ આમ આંખ મીંચીએ તો ત્યાં અંધારું દેખાય છે. આત્મા તો દેખાતો નથી ? ઉત્તરઃ-ભાઈ! એ અંધારું છે એમ એ કોણે જોયું? આ જ્ઞાનપ્રકાશે અંધારાને જોયું કે અંધારાએ અંધારાને જોયું? એ અંધારાને જોનારું જે જ્ઞાન છે તે આત્મા છે. પણ કયાં એની પડી છે એને? એને તો આ પૈસા પાંચ-પચાસ લાખની ધૂળ મળે, કાંઈક આબરૂ મળે એટલે એમ જાણે કે હું મોટો શેઠ. એ અભિમાનમાં પછી જાય મરીને ઠેઠે. આમ અજીવને મારું માને એ મૂઢ છે. અહીં તો ચોકખી વાત છે, માખણ-બાખણ નથી. અહાહા! આચાર્યની ટીકા તો જીઓ. કહે છે કે ભગવાન! એક વાર તું કોણ છે એનું કુતુહલ તો કર.
આ આત્મા જ્ઞાયકસ્વભાવ તો એવો ને એવો રહ્યો છે. અનાદિથી એવો છે. ગમે તેટલા મિથ્યાત્વભાવ સેવ્યા. અનંત વા૨ નરક-નિગોદમાં ગયો, કીડા, કાગડા, કૂતરા આદિ પશુના અનંત ભવ કર્યા, ૮૪ લાખ યોનિમાં અનંત પરિભ્રમણ કર્યું પણ એ ભગવાન વસ્તુ તો વસ્તુપર્ણ (જ્ઞાયકભાવપણે ) ત્રિકાળ રહી છે. તેથી કહે છે આ મૂળ વસ્તુને જો અને પામ. બીજું ભલે આવે, વ્યવહાર ભલે હો. જ્ઞાનાનંદસ્વરૂપ વસ્તુના ભાન વિના તારા એ વ્યવહારને વ્યવહાર કહેતા નથી. લોકોને આ બહુ ખટકે છે. (અને લોકો એમાં જ અટકે છે) એ વ્યવહાર પણ વ્યવહાર કયારે કહેવાય, ભાઈ ? જ્યારે એને અંતરમાં આત્માનો અનુભવ થાય ત્યારે. પછી જ્યાં સુધી એ સ્વરૂપમાં પૂર્ણ સ્થિર થાય નહિ ત્યાંસુધી એને એવો ભક્તિ, પૂજા આદિનો રાગ આવે. એ રાગને વ્યવહાર કહેવાય. પણ એ પુણ્યબંધનું કારણ છે, ધર્મ નહિ. એનાથી ચવર્તી, બળદેવ આદિ પદવી મળે. પણ એ પુણ્યબંધનું કારણ છે, ધર્મ નહિ. એનાથી ચક્રવર્તી, બળદેવ આદિ પદવી મળે. પણ અજ્ઞાની એકલાં દયા, દાન આદિ કરી એને ધર્મ માને તો એ તો મિથ્યાત્વનું સેવન છે. એનાથી તો પરંપરાએ હેઠે (નરક-નિગોદે) જાય. શું કરીએ, ભાઈ ? વસ્તુસ્થિતિ આવી છે.
અહાહા! કહે છે કે આ શરીરાદિ મૂર્તદ્રવ્યોનો એક મુહૂર્ત પાડોશી થઈ આત્માનો અનુભવ કર. ‘શરીરાદિ' શબ્દ છે ને? એટલે એ બધાં મૂર્તિદ્રવ્ય. દયા, દાન, વ્રત
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૩-૨૪-૨૫ ]
[ ૯૭
આદિ પુણ્યના પરિણામ પણ મૂર્તિ છે. એ બધા મૂર્તિદ્રવ્યોનો પાડોશી થા (સ્વામી નહિ), અને જ્ઞાયકસ્વભાવ તરફ ઝૂકાવ કર. તેથી તને રાગ અને શરીરથી જુદો ચૈતન્યભગવાન દેખાશે. રાગ અને પુણ્યને તું વેદે છે એ તો અજીવનો અનુભવ છે. રાગમાં ચૈતન્યજ્યોતિ નથી. જેમ અગ્નિની જ્યોત ઉપર કાજળ ઝીણી ઝીણી કાળી છારી હોય એ અગ્નિ નથી તેમ ચૈતન્યજ્યોતિ ભગવાન આત્મામાં ઉપર જે પુણ્ય-પાપના વિકલ્પ છે એ કાજળ સમાન છે, એ આત્મા નથી. અહીં કહે છે કે પુણ્ય-પાપના વિકલ્પથી બે ઘડી ભિન્ન પડી નિજ ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કર. ભાઈ ! જન્મ-મરણના ફેરા મટાડવા હોય એણે કરવાનું આ છે.
એકવાર પ્રભુ! તું રાગ અને શરીરનું લક્ષ છોડી અંતરમાં લક્ષ કર. તેથી તેને રાગ અને શરીરનું સાચું પાડોશીપણું થશે. ક્ષણવારમાં આત્મા રાગથી જુદો પડી જશે, ફરી એક થશે નહિ. આ અનુભવ તે સમ્યગ્દર્શન છે. હવે આ ચીજ વિના વ્રત, તપ વગેરે કરીને મરી જાય પણ શું થાય? બહુ બહુ તો શુભભાવ થાય. પણ એ તો રાગ છે. રાગને તો આગ કહી છે. દોલતરામજીએ છહુઢાળામાં કહ્યું છે: “યહ રાગ આગ દહૈ સદા તાતેં સમામૃત સેઈએ” રાગનો વિકલ્પમાત્ર આગ છે અને ભગવાન આત્મા શાન્તિના અમૃતનો સાગર છે. રાગ કપાય છે. કષાય એટલે કષ-આય-જે સંસારનો લાભ આપે તે. રાગદશા તો સંસારનો લાભ આપનારી છે. માટે એનાથી ભિન્ન પડી અમૃતનો સાગર પ્રભુ ચૈતન્ય ભગવાનનો અનુભવ કર. અહીં જેમ “મૃત્વ” એટલે મરણાંત પરિષહની પણ દરકાર કર્યા વિના આત્માનુભવ કર એમ કહ્યું છે તેમ અધ્યાત્મતરંગિણીમાં
વ્યુત્પા' એટલે મોહથી છૂટીને તું અંદર જો કે એ કોણ છે અને એનો અનુભવ કર. ભાષા સાદી છે પણ ભાવ તો આ છે, ભાઈ.
જ્યારે સમ્યગ્દર્શન થશે ત્યારે તને આત્મજ્ઞાન એટલે આત્મા જેવો છે તેવું તેનું જ્ઞાન થશે. તેથી નિજપદ પ્રાપ્ત થશે અને પછી મોક્ષ થશે, બહારમાં ધામધૂમ કરે, મંદિરો બંધાવે પણ એ બધામાં સાર વાત આ એક જ છે કે રાગાદિનો પાડોશી થઈ આત્માને કેટલો અનુભવ્યો? (અનુભવ પ્રધાન છે) હવે કહે છે “ગથ ચેન' કે જેથી “સ્પં વિસન્ત” પોતાના આત્માને વિલાસરૂપ, “પૃથ સમાનોજ્ય' સર્વ પદ્રવ્યોથી જુદો દેખી “મૂલ્ય સામ્' આ શરીરાદિ મૂર્તિક પુદ્ગલ દ્રવ્ય સાથે “ત્વમોરમ” એકપણાના મોહને “કૃતિ ત્યસિ” તું તુરત જ છોડશે.
પહેલાં એમ કહ્યું કે શરીરાદિ મૂર્તદ્રવ્યોથી ભિન્ન પડી કોઈ પણ રીતે આત્માનો અનુભવ કર. હવે કહે છે કે એ અનુભવથી તને અતીન્દ્રિય આનંદના ધામરૂપ ભગવાન આત્મા સર્વ પદ્રવ્યોથી ભિન્ન દેખાશે. જ્યારે પુણ્ય-પાપના વિકલ્પનો અનુભવ હતો ત્યારે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
સ્વનો વિલાસ ન હતો. હવે આત્માનુભવથી નિજવૈભવનો વિલાસ તને પ્રાપ્ત થશે. “ નિજપદ રમે સો રામ કહીએ.” નિજ આનંદધામસ્વરૂપ આત્મામાં રમે તે આતમરામ છે. તેને અતીન્દ્રિય આનંદની મોજ-વિલાસ પ્રાપ્ત થાય છે. તેથી હું ભાઈ ! તું આત્માનુભવ કર જેથી સર્વ પરદ્રવ્યોથી ભિન્ન વિલાસરૂપ આત્માને સમ્યક પ્રકારે અવલોકીને–દેખીનેપ્રત્યક્ષ સાક્ષાત્ આત્માના આનંદનું વેદન કરીને આ શરીરાદિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તરત જ છોડી દઈશ. રાગ સાથે એકપણાનો જે મોટુ-મિથ્યાત્વ તને સમયે સમયે થાય છે તે આ આત્માનુભવ થતાં-આત્માના આનંદનું પ્રત્યક્ષ વદન થતાં તરત જ છૂટી જશે. લ્યો, આ ધર્મની રીત છે. જેનાથી સંસારનો અંત આવી જાય તે ધર્મ
* કળશ ૨૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * જો આ આત્મા બે ઘડી પુદ્ગલદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે (તેમાં લીન થાય), પરિષહ આબે પણ ડગે નહિ, તો ઘાતકર્મનો નાશ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરી મોક્ષને પ્રાપ્ત થાય.' જુઓ અહીં “શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે” એમ કહ્યું છે. અશુદ્ધ રાગાદિનો અનુભવ તો એ અનાદિથી કરે જ છે. એટલે ત્યાંથી ગુલાંટ મારી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાનું કહ્યું છે. વળી પરિષહુ આવે પણ ડગે નહિ એમ કહ્યું. ગમે તે પ્રતિકૂળતાના સંયોગો આવે, સર્પ કરડે, વીંછી ડંખે, વાઘ, સિંહ આવીને ફાડી ખાય તોપણ ડગ્યા વિના જ અંદર સ્વરૂપમાં લીન રહે તો રાગના એકપણાનો મોહ છૂટી જાય. પરિષહુ અનુકૂળ અને પ્રતિકૂળ એમ બેય હોય છે. એમાંથી કોઈ પણ પ્રકારનો પરિષહ આવેથી ડગે નહિ તો ઘાતકર્મનો નાશ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરીને મોક્ષને પ્રાપ્ત થાય છે.
રામચંદ્રજી મહાપુરુષ-પુરુષોત્તમ પુરુષ જ્યારે મુનિદશામાં હતા ત્યારે સીતાજી દેવ-પુરુષ હતા. ત્યાંથી આવીને તેમણે સીતાજીનું રૂપ ધારણ કરીને રામચંદ્રજીને બોલાવે છે કે-“અરે! આપણે જુદા પડી ગયા! એક વાર તમે સ્વર્ગમાં આવો અને આપણે ભેગા રહીએ.” આમ રામચંદ્રજીને ધ્યાનથી ડગાવવા અનુકૂળ પરિષહ આવ્યો. પણ રામ ડગ્યા નહિ અને અંદરમાં ધ્યાનનિમગ્ન રહ્યા તેથી કેવળજ્ઞાન ઉપજાવી, દેથી છૂટીને મોક્ષ પધાર્યા. સીતાજી સ્વર્ગમાં દેવ હતા અને સમક્તિી હતા પરંતુ અસ્થિરતાને લીધે એવો ભાવ આવ્યો. આ બધું આત્માના અનુભવનું માહાભ્ય છે. સમયસાર નાટકમાં કહ્યું છે કે -
“અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ;
અનુભવ મારગ મોખકો, અનુભવ મોખ સરૂપ.” આવો જે આનંદનો નાથ ભગવાન આત્મા એના અનુભવનું એવું માહાભ્ય છે કે જીવ બે ઘડીમાં મોક્ષ પ્રાપ્ત કરે, સિદ્ધપદને પ્રાપ્ત કરે. ‘આત્માનુભવનું એવું માહાભ્ય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૩-૨૪-૨૫ ]
[ ૯૯
છે તો મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તો સુગમ છે.' અહાહા ! જયચંદ પંડિતે કેવો સરસ અર્થ કર્યો છે! બે ઘડી (૪૮ મિનિટ)ની અંદરના ધ્યાનમાં કેવળજ્ઞાન પામી જાય છે, ત્રણકાળ ત્રણલોકને જાણનાર કેવળજ્ઞાની પરમાત્મા થઈ જાય છે. પાંડવો મુનિદશામાં શેત્રુંજય ઉપર અંતરના ધ્યાનમાં હતા. ત્યારે દુર્યોધનના ભાણેજે પૂર્વના વેરના કારણે ગરમ ધગધગતા લોઢાના દાગીના તેમને પહેરાવ્યા. આ પરિષહથી ડગ્યા નહિ અને આત્મામાં સ્થિરતા કરી. તો બે ઘડીમાં કેવળજ્ઞાન પામી ત્રણ પાંડવો મોક્ષે પધાર્યા. “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં” પૂર્વે નહિ થયેલી અભૂતપૂર્વ સિદ્ધદશાને પામ્યા. તો મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તો સુગમ છે. માટે શ્રી ગુરુઓએ એ જ ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે. મુખ્યતાથી આ જ ઉપદેશ કર્યો છે.
[ પ્રવચન નં. ૬૪૬૫-૬૬-૬૭ *
દિનાંક ૨-૨-૭૬ થી ૫-૨-૭૬ ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૬
अथाहाप्रतिबुद्धः
जदि जीवो ण सरीरं तित्थयरायरियसंथुदी चेव । सव्वा वि हवदि मिच्छा तेण दु आदा हवदि देहो ।। २६ ।।
यदि जीवो न शरीरं तीर्थकराचार्यसंस्तुतिश्चैव ।
सर्वापि भवति मिथ्या तेन तु आत्मा भवति देहः ।। २६ ।।
( शार्दूभविक्रीडित )
कान्त्यैव स्नपयन्ति ये दशदिशो धाम्ना निरुन्धन्ति ये धामोद्दाममहस्विनां जनमनो मुष्णन्ति रूपेण ये। दिव्येन ध्वनिना सुखं श्रवणयो: साक्षात्क्षरन्तोऽमृतं वन्द्यास्तेऽष्टसहस्रलक्षणधरास्तीर्थेश्वराः सूरयः ।। २४ ।।
હવે અપ્રતિબુદ્ધ જીવ કહે છે તેની ગાથા કહે છે:
જો જીવ હોય ન દેહ તો આચાર્ય-તીર્થંકરતણી स्तुति सौ हरे मिथ्या ४, तेथी खेडता कप-छेड़नी ! २६.
गाथार्थ:- अप्रतिबुद्ध छे छे : [ यदि ] भे [ जीवः ] व छे ते [ शरीरं न ] शरीर नथी तो [ तीर्थकराचार्यसंस्तुतिः ] तीर्थंङर अने आयार्योनी स्तुति डुरी छे ते [सर्वा अपि ] अधीये [ मिथ्या भवति ] मिथ्या ( भूही ) थाय छे; [ तेन तु ] तेथी समे समलखे छीखे } [ आत्मा ] आत्मा ते [ देहः च एव ] हे ४ [ भवति ] छे.
ટીકા:- જે આત્મા છે તે જ પુદ્ગલદ્રવ્યસ્વરૂપ આ શરીર છે. જો એમ ન હોય તો તીર્થંકર-આચાર્યોની જે સ્તુતિ કરવામાં આવી છે તે બધી મિથ્યા થાય. તે સ્તુતિ આ प्रमाणे छे:
श्लोऽार्थः- [ ते तीर्थेश्वराः सूरयः वन्द्याः ] ते तीर्थं४२ - आयार्यो वांध्यायोग्य छे. देवा छे ते? [ ये कान्त्या एव दशदिश: स्नपयन्ति ] पोताना छेहुनी अन्तिथी शे हिशाखोने धुखे छे - निर्माण हरे छे, [ ये धाम्ना उद्दाम - महस्विनां धाम निरुन्धन्ति ] पोताना ते वडे उत्सृष्ट तेभ्वाना सूर्याहिना ते४ने ढांडी हे छे, [ ये रूपेण जनमनः मुष्णन्ति ] पोताना
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ર૬ ]
[ ૧૦૧
રૂપથી લોકોનાં મન હરી લે છે, [ રિલૅન ધ્વનિના શ્રવણયો: સાક્ષાત્ સુવં મૃત ક્ષત્ત:] દિવ્યધ્વનિ-વાણીથી (ભવ્યોના ) કાનોમાં સાક્ષાત્ સુખઅમૃત વરસાવે છે અને [અણસEશ્વનક્ષણથST] એક હજારને આઠ લક્ષણોને ધારણ કરે છે, એવા છે. ૨૪.
-ઈત્યાદિ તીર્થંકર-આચાર્યોની સ્તુતિ છે તે બધીયે મિથ્યા ઠરે છે. તેથી અમારો તો એકાંત એ જ નિશ્ચય છે કે આત્મા છે તે જ શરીર છે, પુદ્ગલદ્રવ્ય છે. આ પ્રમાણે અપ્રતિબદ્ધ કહ્યું.
હવે અપ્રતિબુદ્ધ જીવ કહે છે તેની ગાથા કહે છે -
અજ્ઞાની કહે છે કે તમે બધી આવી વાતો કરો છો તો જે સ્તુતિ કરાય છે તે કોની કરાય છે? શરીરની. માટે શરીર તે આત્મા છે. તમે “શરીર રહિત, શરીર રહિત એમ આટલો બધો પોકાર શાનો કરો છો ? આમ અજ્ઞાની જીવ સામી દલીલ કરે છે.
* ગાથા ૨૬ ટીકા ઉપરનું પ્રવચન *
“જે આત્મા છે તે જ પુદ્ગલદ્રવ્યસ્વરૂપ આ શરીર છે.” શરીર અને આત્મા બને એક જ છે. વળી તમે જુદા જુદા કહો છો, પણ એ અમને બેસતું નથી. જો એમ ન હોય તો તીર્થંકર-આચાર્યોની જે સ્તુતિ કરવામાં આવી છે તે બધી મિથ્યા થાય. તે સ્તુતિ આ પ્રમાણે છે:-(આમ અજ્ઞાનીએ શાસ્ત્રમાંથી આધાર કાઢયો).
* કળશ ૨૪: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
મહારાજ ! તમે કહો છો કે શરીર અને આત્મા બન્ને જુદા છે પણ તમારા જ શાસ્ત્રમાં શરીરની સ્તુતિથી ભગવાનની સ્તુતિ કરી છે. જેમ કે:
તે તીર્થેશ્વર: સૂર: વન્યા” તે તીર્થંકર-આચાર્યો વાંદવાયોગ્ય છે. કેવા છે તે? “જે જ્યા વ વિશ: નપત્તિ” પોતાના દેહની કાન્તિથી દશે દિશાઓને ધૂએ છેનિર્મળ કરે છે, “યે ઘાના ઉદ્દામમદસ્વિનામ ધામ નિરુન્ધત્તિ” અને પોતાના તેજ વડે ઉત્કૃષ્ટ તેજવાળા સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે. ભગવાનનું શરીર એવું હોય છે કે કેવળજ્ઞાન થતાં તેના રજકણોનું તેજ સૂર્યના તેજથી પણ અધિક થઈ જાય છે. એટલે સૂર્યના તેજથી પણ અધિક દેદીપ્યમાન ભગવાનનું પરમ ઔદારિક શરીર હોય છે. “ રૂપેણ નામન: મુળન્તિ” પોતાના રૂપથી લોકોનાં મન હરી લે છે. તીર્થંકરના શરીરનું રૂપ એવું હોય છે કે લોકોનાં મનને હરી લે છે. “દિવ્યેન ધ્વનિના શ્રવણયો: સાક્ષાત સુરવું અમૃત ફરન્ત:' દિવ્યધ્વનિ-વાણીથી (ભવ્યોના) કાનોમાં સાક્ષાત્ સુખ-અમૃત વરસાવે છે. અને “અણસહસ્ત્રનક્ષMધરા:” એક હજાર ને આઠ લક્ષણોને ધારણ કરે છે–એવા છે. આ બધાં લક્ષણો તો શરીરનાં છે અને તમે તેને ચૈતન્ય ભગવાનની સ્તુતિ કહો છો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
-ઇત્યાદિ તીર્થંકર-આચાર્યોની સ્તુતિ છે એમ તમે કહો છો તે બધીય મિથ્યા કરે છે. તેથી અમારો તો એકાંત એ જ નિશ્ચય છે કે આત્મા છે તે જ શરીર છે, આ પ્રમાણે અપ્રતિબુદ્ધનું કહેવું છે.
અહીં શિષ્યનો પ્રશ્ન છે કે શરીર અને આત્મા તદ્દન જુદા છે એમ તમે કહો છો પણ એ વાત અમને બેસતી નથી. કેમકે તમે તીર્થકરની સ્તુતિ કરો છો ત્યારે એના શરીરની અને એની વાણીની સ્તુતિ કરો છો. જેમકે -જેમના દેહના રૂપના પ્રકાશમાં સૂર્યનું તેજ પણ ઢંકાઈ જાય છે અને જેની દિવ્યધ્વનિથી ભવ્યોના કાનોમાં સાક્ષાત્ સુખઅમૃત વરસાવે છે ઇત્યાદિ. આ બધી શાની સ્તુતિ કરો છો? શરીરની. માટે અમે તો માનીએ છીએ કે શરીર અને આત્મા એક છે. જો દેહ અને આત્મા એક ન હોય તો તમે કરેલી બધી સ્તુતિ મિથ્યા ઠરે. માટે દેહ અને આત્મા એક છે એમ અમારો નિશ્ચય છે.
વળી કોઈ એમ કહે છે કે જો શરીર અને આત્મા એક ન હોય તો શરીરમાં જે રોગ આવે છે તે આત્મા કેમ વેદે ? શરીરમાં રોગાદિની પીડા આત્મા વેદે છે કે નહિ? વળી શરીરની ક્રિયા-હાલવું, ચાલવું ઇત્યાદિ કોણ કરે છે? ભાઈ ! એ (આત્મા) શરીરને વેદતો જ નથી, પણ શરીરનું લક્ષ કરી રાગને વેદે છે. અને શરીરની ક્રિયા એ તો જડની ક્રિયા છે. આત્મા તે ક્રિયા કરતો નથી. તથા જે કર્મના નિમિત્તે ક્રિયા થાય છે તે જડકર્મને પણ આત્મા અનુભવતો નથી. કેમકે જડ અને ચૈતન્ય વચ્ચે તો અત્યંતાભાવ છે. તેથી આત્માને જડકર્મનો અનુભવ નથી, પણ એના નિમિત્તે થતા મિથ્યાત્વ અને રાગદ્વેષનો અનુભવ છે.
વળી (અન્ય) સંપ્રદાયમાં તો શરીર અને આત્મા અત્યંત ભિન્ન છે એવું સ્પષ્ટ લખાણ જ નથી, એવી શૈલી જ નથી. ત્યાં તો એમ માનતા કે આપણે બ્રહ્મચર્ય પાળીએ, સંયમ પાળીએ, પર જીવની રક્ષા કરીએ ઇત્યાદિ બધું આત્મા કરે છે. પરજીવની હિંસા ન કરવી, પરજીવને બચાવવો એ “અહિંસા પરમો ધર્મ” એ આખા સિદ્ધાંતનો સાર છે એમ કહેતા. એ જેણે જાણ્યું એણે બધું જાણું.
અહીં તો કહે છે કે એ પરની હિંસા અને અહિંસા આ જીવ કરી શકે જ નહિ. બંધ અધિકારમાં આવે છે:-પરને હું મારી શકું છું, પરને હું જીવાડી શકું છું, બીજાને હું સુખદુઃખ દઈ શકું છું, સંયોગો, આહાર-પાણી વગેરે હું લઈ શકું છું અને છોડી શકું છું, પરથી હું જીવું છું, પર બધા રક્ષા કરનારા છે તેથી હું જીવું છું ઇત્યાદિ બધી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૬ ]
[ ૧૦૩
માન્યતા જેની છે તે મિથ્યાદષ્ટિ છે. કેમકે જીવનું જીવન-મરણ તેના આયુકર્મને આધીન છે, તથા ૫૨ વસ્તુને આત્મા ગ્રહી કે છોડી શક્તો નથી. વળી પ્રવચનસાર ગાથા ૧૭૨ના અલિંગગ્રહણના વીસ બોલમાં ૧૩ મો બોલ છે. એમાં આવે છે કે પાંચ ઇન્દ્રિયો, ત્રણ બળ (મન, વચન અને કાય) શ્વાસોચ્છ્વાસ અને આયુ એ દશ પ્રાણથી જીવનું જીવન છે જ નહિ. નિશ્ચયથી એનું જીવન અંતર જીવત૨-જ્ઞાનદર્શનરૂપ ચેતન પ્રાણથી છે. અશુદ્ધનિશ્ચયનયથી કહો તો એ ભાવેન્દ્રિયથી છે અને જડ દશ પ્રાણથી જીવે છે એ તો અસદ્દભૂત વ્યવહારનયથી કથન છે.
આ એક એક રજકણ છે એમાં અનંત શક્તિઓ-ગુણ છે. એમાં ક્રિયાવતી નામની એક શક્તિ-ગુણ છે. આ શરીર, મન, વાણી આદિનું જે હલન-ચલન થાય છે એ તો રજકણોની ક્રિયાવતી શક્તિને લઈને છે, પણ આત્માને લઈને નહિ. આ આંગળીને આત્મા હલાવે તો હાલે છે એમ ત્રણ કાળમાં નથી. એ તો એની (રજકણોની ) ક્રિયાવતી શક્તિને લઈને હાલે છે. જડનું હાલવું જડના અસ્તિત્વમાં અને ચેતનનું હાલવું ચેતનના અસ્તિત્વમાં છે. ભાઈ! આ તો મૂળ વાત છે. જડ અને ચેતન બન્નેનો સ્વભાવ પ્રગટ ભિન્ન ભિન્ન છે. અહીં તો રાગ અને દયા, દાનનો જે વિકલ્પ ઊઠે એનો એ (અજ્ઞાની ) ર્ડા થાય છે. એ જ્ઞાનસ્વરૂપ આત્મા એ વિકારને કેમ કરે? એ તો ચૈતન્ય જ્ઞાનસ્વરૂપી ભગવાન જ્ઞાતા-દષ્ટાના ભાવથી ભરેલો છે. એ પ૨ને શી રીતે મારે કે જીવાડે? એ રાગને શી રીતે કરે? આત્મામાં વિકાર કરવાની તો કોઈ શક્તિ નથી. એવો ગુણ નથી જે વિકાર કરે. વિકાર જે પર્યાયમાં થાય છે એ તો પર્યાયની યોગ્યતાથી પર્યાયમાં થાય છે, પણ કર્મથી નહિ અને દ્રવ્ય-ગુણથી પણ નહિ. ઝીણી વાત, ભાઈ. વીતરાગ માર્ગને અનંતકાળમાં સમજ્યો નથી.
વળી કોઈ એમ કહે છે કે શાસ્ત્રમાં કુંદકુંદાચાર્યે પુણ્યને વ્યવહાર ધર્મ કહ્યો છે અને વ્યવહારને સાધન કહ્યું છે. કહે છે-‘પુળા અરöતા' એટલે કે પુણ્યના ફળમાં અરિહંતપદ મળે છે. પરંતુ આ અજ્ઞાનીની ખોટી માન્યતા છે. પુણ્યનું ફળ અરિહંતપદ છે જ નહિ. પુણ્યના ફળમાં તો બહારના અતિશયની વાત લીધી છે. પ્રવચનસાર ગાથા ૪૫ની ટીકા જુઓ. પુણ્યનો વિપાક ભગવાનને-જ્ઞાનને અકિંચિત્કર છે એમ ત્યાં લીધું છે. વાત તો આવી છે. ગાથાના મથાળે ‘તીર્થતાં પુવિષાોડિિવાર વ’ પુણ્યનો વિપાક અકિંચિત્કર જ છે એમ કહ્યું છે. આત્માને પુણ્યનું ફળ કાંઈ કાર્યકારી નથી. અરિહંતને જે દેહાદિની ક્રિયા, વાણી નીકળવી, ચાલવું ઇત્યાદિ ક્રિયા છે તે પુણ્યના ફળરૂપ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
અને એનો પણ ક્ષણે ક્ષણે ક્ષય થતો જાય છે. ભાઈ ! ત્યાં તો એમ કહે છે કે ભગવાન તો પોતાના પુરુષાર્થથી કેવળજ્ઞાન પામ્યાં છે. એને જે પુણ્ય બાકી રહ્યું છે તે પુણ્યને લઈને આસન, વિહાર થાય અને વાણી નીકળે એ બધી ઉદયની જે ક્રિયા છે તે ક્ષણે ક્ષણે નાશ પામે છે તેથી તેને ક્ષાયિકી કહી છે એમ ત્યાં વાત આવે છે. “
પુ ના રહંતા” એટલે પુણ્યના ફળમાં અરિહંતપદ મળે છે એમ છે જ નહિ. આ આવા ઊંધા અર્થ કરે, પણ શું થાય ?
શિષ્ય આ રીતે અનેક પ્રકારે આત્મા અને શરીર એક છે એવી ઊંધી માન્યતા શાસ્ત્રમાંથી કાઢે છે. એને આચાર્ય ભગવાન કહે છે કે એમ નથી; તું ન વિભાગને જાણતો નથી. તું શાસ્ત્રોના વ્યવહારનયના કથનોને સમજતો નથી. તે ન વિભાગ આ પ્રમાણે છે. એમ આગળની ગાથામાં કહેશે.
[ પ્રવચન નં. ૬૭-૬૮
*
દિનાંક ૫-૨-૭૬ અને ૬-૨-૭૬ ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૭
नैवं, नयविभागानभिज्ञोऽसि
ववहारणओ भासदि जीवो देहो य हवदि खलु एक्को। ण दु णिच्छयस्स जीवो देहो य कदा वि एक्कट्ठो।। २७ ।।
व्यवहारनयो भाषते जीवो देहश्च भवति खल्वेकः। न तु निश्चयस्य जीवो देहश्च कदाप्येकार्थः।। २७ ।।
ત્યાં આચાર્ય કહે છે કે એમ નથી; તું નવિભાગને જાણતો નથી. તે નવિભાગ આ પ્રમાણે છે એમ ગાથામાં કહે છે
જીવ-દેહ બન્ને એક છે-વ્યવહારનયનું વચન આ; પણ નિશ્ચયે તો જીવ-દેહ કદાપિ એક પદાર્થના. ૨૭.
ગાથાર્થ:- [ વ્યવહારનય:] વ્યવહારનય તો [ ભાષ7] એમ કહે છે કે [ નીવ: વેદ: ] જીવ અને દેહ [ : વ7] એક જ [ ભવતિ] છે; [1] પણ [નિશ્ચયચ ] નિશ્ચયનયનું કહેવું છે કે [નીવ: વે: ૨] જીવ અને દેહ [વા ] કદી પણ [પાર્થ] એક પદાર્થ [૧] નથી.
ટીકાઃ- જેમ આ લોકમાં સુવર્ણ અને ચાંદીને ગાળી એક કરવાથી એકપિંડનો વ્યવહાર થાય છે તેમ આત્માને અને શરીરને પરસ્પર એક ક્ષેત્રે રહેવાની અવસ્થા હોવાથી એકપણાનો વ્યવહાર છે. આમ વ્યવહારમાત્રથી જ આત્મા અને શરીરનું એકપણું છે, પરંતુ નિશ્ચયથી એકપણું નથી; કારણ કે નિશ્ચયથી વિચારવામાં આવે તો, જેમ પીળાપણું આદિ અને સફેદપણું આદિ જેમનો સ્વભાવ છે એવાં સુવર્ણ અને ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી એકપદાર્થપણાની અસિદ્ધિ છે તેથી અનેકપણું જ છે, તેવી રીતે ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે એવાં આત્મા અને શરીરને અત્યંત ભિન્નપણું હોવાથી એક પદાર્થપણાની પ્રાપ્તિ નથી તેથી અનેકપણું જ છે. આવો આ પ્રગટ નયવિભાગ છે.
માટે વ્યવહારનયે જ શરીરના સ્તવનથી આત્માનું સ્તવન બને છે.
ભાવાર્થ:- વ્યવહારનય તો આત્મા અને શરીરને એક કહે અને નિશ્ચયનય ભિન્ન કહે છે. તેથી વ્યવહારનયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન માનવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
અપ્રતિબુદ્ધ તીર્થંકર-આચાર્યોની સ્તુતિ ઉપરથી એમ કહ્યું કે-અમારો તો એકાંત એ જ નિશ્ચય છે કે આત્મા છે તે જ શરીર છે, પુદ્ગલ દ્રવ્ય છે. તેને (અપ્રતિબુદ્ધને) આચાર્ય કહે છે કે એમ નથી. તું ન વિભાગને જાણતો નથી. તે ન વિભાગ આ પ્રમાણે છે એમ ગાથામાં કહે છે:
* ગાથા ૨૭ : ટીકા ઉપરનું પ્રવચન *
જેમ આ લોકમાં સુવર્ણ અને ચાંદીને ગાળી એક કરવાથી એક પિંડનો વ્યવહાર થાય છે તેમ આત્માને અને શરીરને પરસ્પર એકક્ષેત્રે રહેવાની અવસ્થા હોવાથી એકપણાનો વ્યવહાર છે.” જુઓ, સોનું અને ચાંદીને ગાળી એક કરીને એને ધોળું સોનું એમ કહેવામાં આવે છે. પણ ધોળું તો રૂપુ (ચાંદી) છે અને સોનું તો પીળું છે. બન્ને જુદાં જુદાં છે. તેમ ચૈતન્ય લક્ષણવાન આત્મા છે અને અચેતન લક્ષણવાન (જડ) શરીર છે. એમ બન્ને જાદાં જુદાં છે.
કર્મનાં રજકણો કર્મની પર્યાયને કરે પણ આત્મા એને ન કરે તથા કર્મની પર્યાય આત્માને રાગ ન કરાવે, અહાહા! સ્વતંત્ર પરમાણુ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં પોતાના અસ્તિત્વથી રહેલ છે. એ પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં પ્રવેશ કર્યા વિના એને (પરને) કરે શી રીતે? એથી કહે છે કે આત્મા અને શરીર એક છે એ તો વ્યવહારનું કથન માત્ર છે. આમ વ્યવહારમાત્રથી જ આત્મા અને શરીરનું એકપણું કહેવામાં આવે છે. બન્ને એક ક્ષેત્રમાં રહેલાં છે એ અપેક્ષાએ અસદભૂત વ્યવહારનયથી એક છે એમ કહે છે, પરંતુ નિશ્ચયથી એકપણું નથી.
કારણ કે નિશ્ચયનયથી વિચારવામાં આવે તો જેમ પીળાપણું આદિ, અને સફેદપણું આદિ જેમનો સ્વભાવ છે એવા સુવર્ણ અને ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી એકપદાર્થપણાની અસિદ્ધિ છે.” જુઓ, સોનું અને ચાંદીનો ભિન્નભિન્ન સ્વભાવ છે તેથી નિશ્ચયથી સોનું અને ચાંદી એક નથી. અરે ! સોનાના એક એક રજકણને બીજા રજકણનો સંબંધ નથી. પરમાણુ એકલો હોય તોપણ પોતાના સ્વચતુષ્ટયમાં (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં) છે અને સ્કંધમાં હોય તો પણ પોતાના સ્વચતુષ્ટયમાં છે. પ્રવચનસાર ગાથા ૮૭માં કહ્યું છે કે સ્કંધમાં પણ જે અનંત રજકણો છે તે દરેકે દરેક રજકણ સ્વતંત્ર છે, એકે એક રજકણ પોતાના સ્વચતુમાં છે, પણ અન્ય રજકણ સાથે અભેદ નથી. અનંત રજકણો અનંત તત્ત્વ છે. તે પ્રત્યેક સ્વપણે રહે અને પરપણે ન રહે તો અનંત અનંતપણે રહી શકે. અનંતની અનંતતાનું અસ્તિત્વ સિદ્ધ કરવા જાય તો પ્રત્યેક પોતામાં છે અને પરમાં નથી એમ પ્રત્યેકની ભિન્નભિન્ન સ્વસત્તા (સ્વરૂપ અસ્તિત્વ) સિદ્ધ થઈ જાય છે. ભાઈ ! પરથી આમાં થાય અને આનાથી પરમાં થાય એમ માને તો અનંતની ભિન્નભિન્ન સત્તા સિદ્ધ નહિ થાય.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૭ ]
[ ૧૦૭
એક રજકણનું જે ક્ષેત્રમંતર થાય એ રજકણની પોતાની ક્રિયાવતીશક્તિને કારણે પોતાના અસ્તિત્વથી થાય છે, પણ બીજા રજકણને કારણે નહિ અને આત્માના કારણે પણ નહિ. આવું તત્ત્વ છે. વસ્તુ પરથી ભેદરૂપ (ભિન્ન) છે એ અહીં કર્યું છે. સુવર્ણ અને ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી તેમને એકપદાર્થપણાની અસિદ્ધિ છે. તેથી અનેકાણું છે. જોયું, અનંત અનંતપણે છે માટે એકબીજા સાથે કોઈ સંબંધ નથી. સોનું અને ચાંદી બે છે ને? એ બન્ને પોતપોતાપણે છે. બે એક નથી થયાં માટે અનેક છે. ભાઈ ! એક સ્કંધમાં અનેક રજકણો છે તેમાં દરેક રજકણ તથા એક નિગોદના શરીરમાં અનંત જીવો છે તેમાં પ્રત્યેક જીવ પોતાના સ્વચતુષ્ટય (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ)ને છોડીને બીજાના ચતુષ્ટયમાં જતા નથી. બધાય અનંતપણે રહ્યા છે, એકપણે થયા નથી. આવો છે, ભાઈ ! વીતરાગમાર્ગ બહુ સૂક્ષ્મ છે.
આ તો એમ માને શરીરથી દયા પળે, શરીરથી સંયમ થાય, શરીરથી ઉપવાસ થાય, આત્મા હોય તો શરીરની ક્રિયા થાય, શરીરનું દુઃખ આત્માને વેદાય ઇત્યાદિ-માટે શરીર અને આત્મા એક છે. ભાઈ ! આ તારી માન્યતા મૂઢની છે. આ બધી ક્રિયામાં રાગ મંદ હોય, શુભક્રિયા થઈ હોય તો પુણ્ય થાય પણ એ શરીરની ક્રિયાથી અને આહાર છોડવાથી કે શુભકિયાથી ધર્મ થયો માને તો એ મિથ્યાત્વભાવ છે. ભાઈ ! આત્મામાં પરવસ્તુના ગ્રહણ-ત્યાગની શક્તિ જ નથી. આત્મામાં ત્યાગ-ઉપાદાન શૂન્યત્વ શક્તિ છે. એટલે પરનો ત્યાગ અને પરનું ગ્રહણ આત્મા કરી શકે જ નહિ. તો પછી પરદ્રવ્યને શી રીતે તે ગ્રહે અને છોડે ? (અન્યત્ર) સંપ્રદાયમાં તો આ વાત જ મળતી નથી.
એક આત્મા બીજા આત્માના ચતુષ્ટયથી ભિન્ન છે. તેમ એક રજકણ બીજા રજકણના ચતુષ્ટયથી ભિન્ન છે. સપ્તભંગીમાં પહેલો ભંગ એમ છે કે-વસ્તુ સ્વદ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી અસ્તિ છે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નાસ્તિ છે.
પ્રશ્ન:- પણ વ્યવહારથી તો બીજાનું કરે ને?
ઉત્તર:- ધૂળે ય ન કરે. એ તો બોલાય. નિશ્ચયથી કે વ્યવહારથી કોઈ રીતે પરનું કરી શકે નહિ. જેમ અમારો દેશ, અમારું ગામ એમ બોલાય પણ એથી ગામ અને દેશ એના થઈ ગયા? (સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર, સમયસાર ગાથા ૩૨૫ માં આ વાત આવે છે.) શ્રીમદ્દ એમ બોલતા કે અમારો કોટ, અમારી ટોપી, અમારું ઘર ઇત્યાદિ. લોકો આ સમજી શક્તા નહિ. તેમને એમ થાય કે આ શું બોલે છે? અ-એટલે નહિ. અમારો એટલે મારો નહિ એવો ભાવ એની પાછળ હતો. પણ સમજવાની કોને પડી છે? આમ ને આમ આ આત્મા અનંતકાળથી પરને પોતાનું માનીને, પોતાના સ્વરૂપને ભૂલી રખડે છે. શ્રીમદ કહે છે કે “તારા દોષથી તને રખડવું થયું છે. તારો દોષ એટલો કે પરને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
પોતાનો માનીને ભૂલ્યો.” આ ટૂંકી ભાષા છે. કર્મે તને ભૂલાવ્યો નથી. કર્મોએ તને રખડાવ્યો નથી. પૂજામાં આવે છે કેઃ
"6
કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહૈ ઘનઘાત લોહકી સંગતિ પાઈ.
એટલે લોઢાનો સંગ અગ્નિ કરે તો અગ્નિ ઉપર ઘણ પડે તેમ આત્મા પોતે પરનો સંગ કરે તો રાગાદિ થાય, દુઃખના ઘણ પડે; પણ પ૨ને લઈને થાય એમ નથી.
અહીં એ કહે છે કે સોનું અને ચાંદીના રજકણો ભિન્ન ભિન્ન છે, અનેકપણે છે. સોનાને ધોળું કહેવું એ તો કથનમાત્ર છે, વસ્તુ એમ છે નહિ, તેવી રીતે ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ એવાં આત્મા અને શરીરને અત્યંત ભિન્નપણું હોવાથી એકપદાર્થપણાની પ્રાપ્તિ નથી તેથી અનેકપણું જ છે.' અહાહા! જ્ઞાયકસ્વભાવી આત્મા નિત્યઉપયોગસ્વરૂપ વસ્તુ-તત્ત્વ છે. એ અનાદિ અનંત અસ્તિત્વવાળી સત્યાર્થ પરમાર્થ વસ્તુ છે. આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત ઈશ્વરતા-એમ અનંત અનંત ગુણોના અસ્તિત્વના સ્વભાવથી સ્વભાવવાન વસ્તુ છે.
૫૨ને પોતાનું માનવું એ તો મિથ્યા ભ્રમ-અજ્ઞાન છે જ. પરંતુ આત્માને એક સમયની પર્યાય જેટલો માને એ પણ પર્યાયમૂઢ જીવ છે, ૫૨સમય છે, મિથ્યાદષ્ટિ છે. અહાહા! વસ્તુ તો આખી આનંદકંદ, જ્ઞાનાનંદરસકંદ, ત્રિકાળી સત્તા સત્ત્વરૂપે અંદર પડી છે. એક સમયની પર્યાય તો એના અનંતમા ભાગે એક અંશ વ્યક્ત છે. એ અનંતસ્વભાવનો સ્વભાવવાન તું, એનું ત્રિકાળી સત્ત્વ કાંઈ એક સમયની પર્યાયમાં નથી આવતું. આવો ભગવાન પૂર્ણાનંદનો નાથ છે. એને ૫૨૫ણે માનવો કે ૫૨થી હું છું એમ માનવો એ તો મિથ્યાભ્રમ, અજ્ઞાન અને ભવભ્રમણનું મૂળ છે. ૮૪ લાખના અવતારની એ જડ છે. સંયોગી ચીજ પ૨વસ્તુ અને સંયોગીભાવ એટલે પુણ્ય-પાપના વિકાર એ બધું છે. પણ પોતાના સ્વભાવવાનને ભૂલીને સંયોગી ચીજ અને સંયોગીભાવને પોતાના માનવા એ ભવભ્રમણની જડ છે.
વસ્તુ સહજાનંદસ્વરૂપ ભગવાન પૂર્ણાનંદનો નાથ નિત્યઉપયોગસ્વભાવે અંદર પડેલી છે એને આત્મતત્ત્વ કહીએ. એના ઉપર અનંતકાળમાં પણ નજર ગઈ નહિ અને બહાર જોયા કર્યું. પોતે જોનારો કેવડો અને કયાં છે અંદર એ જોયું નહિ, અને માત્ર પરને અને બહુ બહુ તો એક સમયની પર્યાયને જોઈ. પર્યાય જેમાંથી ઊભી થાય છે અને જેના આશ્રયે છે એવી ત્રિકાળી, ધ્રુવ ચીજને જોઈ નહિ અને માની નહિ. અને શરીરની ક્રિયાઓ કરો, સંયમ શરીરથી પળે એમ શરીરની ક્રિયામાં તથા ગામને સુધા૨ી દઉં, દુનિયાને સુધા૨ી દઉં, ઉપદેશથી સમજાવીને લોકોને તારી દઉં ઇત્યાદિ ક્રિયાઓ તથા ભાવોમાં પોતાપણું
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૭ ]
[ ૧૦૯
કરે છે તે મૂઢ, મિથ્યાષ્ટિ, અજ્ઞાની છે. અરે ભગવાન! તને શું થયું છે આ? ભાઈ ! તારામાં એ ચીજ છે નહિ. પરને તું તારે કે મારે એ તારા સ્વરૂપમાં નથી. એ તો તે વિકલ્પથી (ખોટું) માન્યું છે.
જાઓ શરીર, કર્મ આદિ અજીવ-જડ છે એ તો અણ-ઉપયોગસ્વરૂપે છે. પરંતુ જે પરના લક્ષે ઉત્પન્ન થાય છે એવા આ પુણ્ય-પાપના વિકલ્પ એ પણ અણ-ઉપયોગસ્વરૂપ છે. છઠ્ઠી ગાથામાં આવે છે કે ધ્રુવ ત્રિકાળી જ્ઞાયકભાવ કદી શુભાશુભભાવોના સ્વભાવે થયો નથી. જ્ઞાયક વસ્તુ ઉપયોગસ્વરૂપે છે. એ અણ-ઉપયોગસ્વરૂપ શુભાશુભભાવપણે થઈ નથી. આ દયા, દાન, ભક્તિ આદિના ભાવમાં ચૈતન્યનો અંશ નહિ હોવાથી એ સર્વ રાગાદિ ભાવો અણ-ઉપયોગસ્વરૂપ છે. તો પછી શરીર અને કર્મની તો વાત જ શી ? અહીં કહે છે કે ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે એવો જ્ઞાયક આત્મા અને શરીરાદિને ભિન્નપણું છે, અનેકપણું છે, એકપણું નથી.
ગાથા ૧૭-૧૮ માં એમ કહ્યું કે આબાળ-ગોપાળ સૌને જ્ઞાન જ અનુભવમાં આવે છે, એટલે શરીર અને રાગ સંબંધીનું જે જ્ઞાન છે એ જ્ઞાન જ જાણવામાં આવે છે પણ એમ ન માનતાં હું શરીરને જાણું છું, રાગને જાણું છું એમ એનું લક્ષ પર ઉપર જાય છે. એ મિથ્યા ભ્રમ છે. આ જાણનારો જણાય છે અને રાગ અને શરીરને જાણનારું જ્ઞાન રાગ અને શરીરનું નથી પણ જ્ઞાયકનું છે. એ પરશયનું જ્ઞાન નથી પણ ત્રિકાળી ભગવાનનું છે. આમ જ્ઞાયક આત્મા અને શરીરાદિ પરવસ્તુને ભિન્નપણું છે, અનેકપણું
છે.
અરે! વસ્તુની દૃષ્ટિ વિના અનંતવાર વ્રત, તપ, નિયમ કરીને બિચારો મરી ગયો (રખડ્યો). કહ્યું છે ને (પુણ્ય-પાપ અધિકાર, ગાથા ૧૫ર માં) કે અજ્ઞાનભાવે વ્રત, તપ આદિ કરે એ બાળવ્રત અને બાળતપ છે. આહાહા! છ છ માસના ઉપવાસ કરે, બબ્બે મહિનાના સંથારા કરે, ઝાડની ડાળની જેમ પડ્યો રહે પણ નિજસ્વરૂપને જાણ્યા વિના એ બધું બાળતા અને બાળવ્રત છે. ભગવાન જ્ઞાનની મૂર્તિ છે. એની પર્યાયમાં જે જાણવું થાય છે એ તો આત્માની પોતાની પર્યાય છે. એ ખરેખર જાણનાર જ્ઞાયકને જાણે છે એમ ન માનતાં આને (પર શરીરાદિને) જાણે છે એમ પર ઉપર લક્ષ જાય છે એ અજ્ઞાન છે.
અનંતકાળથી શરીર અને રાગને લક્ષ કરી જાણે છે. અને એને એકપણે માને છે. આ જાણનાર, જાણનાર, જાણનાર જે છે તે હું એમ વિચારવાની કોને પડી છે? બસ, દુનિયામાં પાંચ-પચાસ લાખની ધૂળ મળે એટલે માને કે લીલા લહેર છે. આપણે હવે લખપતિ. પરંતુ બનારસીદાસ સમયસાર નાટકમાં કહે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ છે એના લક્ષનો પતિ આત્મા લક્ષપતિ છે. આત્માનું લક્ષ થતાં જે અતીન્દ્રિય સહજ આનંદ થયો એ આનંદનો નાથ ભગવાન આત્મા લક્ષપતિ છે. બનારસીદાસના પદ્યમાં છે આઃ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
સ્વારથકે સાચે પરમારથકે સાચે ચિત્ત,
સાચે સાચે જૈન કહેં સાચે જૈનમતી હૈં, કાહૂકે વિરુદ્ધ નહિ પરજાય-બુદ્ધિ નહિ,
આતમગવેષી ન ગૃહસ્થ હૈં ન જતી હૈ, સિદ્ધિ રિદ્ધિ વૃદ્ધિ દીસે ઘટમેં પ્રગટ સદી,
અંતરકી લચ્છિસ અજાચી લચ્છપતી હૈ.”
એ દુનિયાના લખપતિ-કરોડપતિ એ તો ધૂળના પતિ ધૂળ-પતિ છે.
જ્યારે ઉપદેશમાં દાનનો, ભક્તિનો, પૂજાનો અધિકાર શાસ્ત્રમાં આવે ત્યારે શુભભાવની વાત આવે. રત્નકાંડ શ્રાવકાચારમાં દાન આદિનો અધિકાર વિસ્તારથી આવે છે. સમ્યગ્દષ્ટિ હોય, પૈસા આદિ સંપત્તિ હોય તો એને રાગની મંદતા કરીને દાનમાં વાપરે એ પુણ્યનું કારણ છે. પરંતુ પૈસાનો લોભ રાખી દાનમાં વાપરે નહિ તો પાપનું કારણ છે. પાનંદિ પંચવિંશતિમાં દાન અધિકારમાં પણ આવે છે કે-કાગડો જેમ ઉકડીઆ ખીચડી તળિયે દાઝી હોય તે તાવેથાથી ઉખેડીને બહાર કુંડીમાં જે નાખે તે દાણા એકલો ન ખાય, પણ કા...કા...કા એમ બોલી બીજા કાગડાઓને બોલાવીને ખાય. તેમ ભગવાન! તે પૂર્વે જે શુભભાવ કર્યા ત્યારે તારા આત્માની શાંતિ-વીતરાગતા દાઝી હતી. તે વેળા તને જે પુણ્ય બંધાયાં તેના ફળમાં આ લક્ષ્મી આદિ મળ્યા છે તે એકલો વાપરીશ નહિ, બીજાઓને પણ દાનમાં આપજે. નહિં તો તું કાગડામાંથી ય જઈશ. (ઉપદેશમાં અધિકાર પ્રમાણે રાગની મંદતાની વાત શાસ્ત્રમાં આવે પણ તેથી મંદ રાગ ધર્મ છે એમ ન સમજવું ).
અહીં આચાર્ય ભગવાન એ સ્પષ્ટ કહે છે કે તું કોણ છે? આ જાણવા-દેખવાના સ્વભાવથી ભરેલો ઉપયોગસ્વરૂપ જ્ઞાયક આત્મા છે તે તું છે. તથા જ્ઞાનઉપયોગથી ખાલી અણ-ઉપયોગસ્વરૂપ રાગાદિ અને શરીરાદિ છે તે તું નથી. આત્માને અને શરીરાદિને આ રીતે અત્યંત ભિન્નપણું છે. તેમને એકપદાર્થપણાની પ્રાપ્તિ નથી તેથી અનેકપણું જ છે. અનાદિથી એકમેક માની રાખ્યું છે ને? એને કેમ બેસે? પણ ભાઈ ! શરીરના રજકણ તે હું અને એનાથી ક્રિયા થાય તે મારી થઈ એમ જે માને તે ભલે કોઈ મોટો રાજા હોય, શેઠ હોય કે મોટો ત્યાગી હોય એ મૂઢ, મોટો મૂર્ખ છે.
આત્મા અને શરીર આકાશના એક ક્ષેત્રે રહેવાથી એક છે એમ અસદ્દભૂત વ્યવહાર-નયથી કહેવામાં આવે છે. (એ કથનમાત્ર છે.) બાકી ભગવાન આનંદનો નાથ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા અને આ જડ શરીર એ તદ્દન ભિન્ન ભિન્ન છે. એમને ત્રણકાળમાં એકપણું નથી. આવો પ્રગટ ન વિભાગ છે. આ હાલવા-ચાલવાની, બોલવાની ઇત્યાદિ ક્રિયા જડની છે. એને આત્મા કરી શક્તો નથી. જાણવું, જાણવું એમ જે ઉપયોગસ્વભાવ છે તે આત્મા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ર૭ ]
[ ૧૧૧
છે. માટે વ્યવહારનયે જ શરીરના સ્તવનથી આત્માનું સ્તવન બને છે. ભગવાનનું સ્તવન કરતાં ભગવાન શરીરે સૂર્યના તેજથી પણ અધિક તેજવાળા છે ઇત્યાદિ શરીરદ્વારા જે સ્તવન કર્યું તે આત્માનું સ્તવન નથી, શરીરનું સ્તવન છે. તેથી વ્યવહારનયથી જ શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન કર્યું કહેવામાં આવે છે, પરમાર્થ એમ નથી.
* ગાથા ૨૭ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
વ્યવહારનય તો આત્મા અને શરીરને એક કહે છે અને નિશ્ચયનય ભિન્ન કહે છે. તેથી વ્યવહારનયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન માનવામાં આવે છે. શરીર-માટી, ધૂળ, હાડકાં, ચામડાં વગેરેથી ભગવાન આનંદનો નાથ પ્રભુ ભિન્ન છે. આત્મા જાણનાર, જાણનાર સચ્ચિદાનંદ પ્રભુ-સત્ એટલે શાશ્વત જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ છે. એને કેમ બેસે? કદીય બહારથી નજર ફેરવીને અંદર જવા નવરો થયો છે? જેમ તપેલામાં લાપસી રંધાતી હોય અને લાકડાં લીલાં હોય તેથી ધૂમાડો નીકળે. એ ધૂમાડામાં તપેલામાં લાપસી દેખાતી નથી. તેમ રાગની નજર કરનારને રાગની આડમાં રાગથી ભિન્ન ભગવાન ચિદાનંદ પ્રભુ દેખાતો નથી, અરે ! પુણ્ય અને પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ વિકારી ભાવને દેખનારો એ બધાથી જુદો છે એની અજ્ઞાનીને અનાદિકાળથી ખબર નથી. તેથી ભવભ્રમણ કરી રહ્યો છે.
[ પ્રવચન નં. ૬૮
દિનાંક ૬-૨-૭૬ ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૮
इणमण्णं जीवादो देहं पोग्गलमयं थुणित्तु मुणी । मण्णदि हु संथुदो वंदिदो मए केवली भयवं ।। २८ ।।
इदमन्यत् जीवाद्देहं पुद्गलमयं स्तुत्वा मुनिः । मन्यते खलु संस्तुतो वन्दितो मया केवली भगवान् ।। २८ ।।
આ જ વાત હવેની ગાથામાં કહે છે:
જીવથી જાદા પુદ્ગલમયી આ દેહને સ્તવીને મુનિ માને પ્રભુ કેવળીતણું વંદન થયું, સ્તવના થઈ. ૨૮.
ગાથાર્થ:- [ નીવાત્ અન્યત્] જીવથી ભિન્ન [વમ્ પુાનમયં વેö] આ પુદ્દગલમય દેહની [ સ્તુત્વા ] સ્તુતિ કરીને [ મુનિ: ] સાધુ [ મન્યતે વસ્તુ] એમ માને છે કે [મા] મેં [ વ્હેવલી માવાન્] કેવળી ભગવાનની [સ્તુત: ] સ્તુતિ કરી, [વન્વિત: ] વંદના કરી.
ટીકા:- જેમ, પરમાર્થથી શ્વેતપણું સુવર્ણનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, ચાંદીનો ગુણ જે શ્વેતપણું, તેના નામથી સુવર્ણનું ‘શ્વેત સુવર્ણ ’ એવું નામ કહેવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કહેવામાં આવે છે; તેવી રીતે, પરમાર્થથી શુકલ-૨કતપણું તીર્થંકર-કેવળીપુરુષનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, શ૨ી૨ના ગુણો જે શુકલ-૨કતપણું વગેરે, તેમના સ્તવનથી તીર્થંકર-કેવળીપુરુષનું ‘શુકલ-૨કત તીર્થંકર-કેવળીપુરુષ ' એવું સ્તવન કરવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કરવામાં આવે છે. પરંતુ નિશ્ચયનયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું જ નથી.
ભાવાર્થ:- અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહારનય તો અસત્યાર્થ કહ્યો છે અને શરીર જડ છે તો વ્યવહારના આશ્રયે જડની સ્તુતિનું શું ફળ છે? તેનો ઉત્તરઃવ્યવહારનય સર્વથા અસત્યાર્થ નથી, નિશ્ચયને પ્રધાન કરી અસત્યાર્થ કહ્યો છે. વળી છદ્મસ્થને પોતાનો, ૫૨નો આત્મા સાક્ષાત્ દેખાતો નથી, શરી૨ દેખાય છે, તેની શાંતરૂપ મુદ્રાને દેખી પોતાને પણ શાન્ત ભાવ થાય છે. આવો ઉપકાર જાણી શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે; તથા શાન્ત મુદ્રા દેખી અંતરંગમાં વીતરાગ ભાવનો નિશ્ચય થાય છે એ પણ ઉપકાર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૮ ]
[ ૧૧૩
એ જ ભાવ હવેની ગાથામાં કહે છે:
* ગાથા ૨૮: ટીકા ઉપરનું પ્રવચન *
જેમ, પરમાર્થથી શ્વેતપણું સુવર્ણનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, ચાંદીનો ગુણ જે શ્વેતપણું, તેના નામથી સુવર્ણનું “શ્વેત સુવર્ણ” એવું નામ કહેવામાં આવે છે.” જુઓ, જ્યારે સોનું અને ચાંદીને ગાળીને ગટ્ટો કરે તો સોનાને “ધોળું સોનું” એમ કહેવામાં આવે છે. ત્યાં સોનું ધોળું નથી, સોનું તો પીળું જ છે. ધોળું તો રૂક્યું છે અને સોનું તો પીળાશ, ચીકાશ આદિથી અભિન્ન છે. છતાં ચાંદીના મેળાપથી ચાંદીનો ગુણ જે શ્વેતપણું છે એના નામથી સોનાને “શ્વેત સુવર્ણ” એમ વ્યવહારમાત્રથી જ કહેવામાં આવે છે, પરમાથે એમ નથી.
તેવી રીતે, પરમાર્થથી શુકલ-રક્તપણું તીર્થકર-કેવળીપુરુષનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, શરીરના ગુણો જે શુકલ-રક્તપણું વગેરે, તેમના સ્તવનથી તીર્થકરકેવળીપુરુષનું “શુકલ-રક્ત તીર્થકરકેવળીપુરુષ” એવું સ્તવન કરવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કરવામાં આવે છે. ભગવાન ધોળા અને ભગવાન રાતા એમ ચૈત૨ક્તપણું એ તીર્થંકર-કેવળીનો સ્વભાવ નથી. એ તો શરીરના ગુણ છે. આવે છે ને કે સોળ તીર્થકર સોનાવણે હતા, બે રાતા વર્ણ, બે ધોળા વર્ણ, બે નીલવર્ણ અને બે અંજનવણે હતા. ભાઈ ! એ તો બધી શરીરની વાતો છે આત્માની નહિ. એ તો વ્યવહારથી કહેવામાં આવી છે. જેમ ચોખાનો કોથળો હોય તેમાં ચોખા ચાર મણ હોય અને કોથળો અઢી શેર હોય તે ભેગો તોળાય, ચાર મણ અને અઢીશેર. હવે તેમાંથી ચોખા ખૂટે તો અઢી શેરનો કોથળો કાંઈ રાંધવામાં કામ આવે? (ન આવે). તેમ શરીર તો કોથળો છે અને અંદર ત્રિકાળી ભગવાન આનંદકંદ આત્મા એ ચોખા (સાર વસ્તુ) છે. એ બન્નેનું એકપણું ત્રણ કાળમાં નથી. એ એકપણું તો વ્યવહારમાત્રથી કહેવામાં આવે છે. પરંતુ શરીર અને આત્માનું એકપણું નહિ હોવાથી નિશ્ચય નયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું જ નથી.
* ગાથા : ૨૮: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહારનય તો અસત્યાર્થ કહ્યો છે અને શરીર જડ છે તો વ્યવહારના આશ્રયે જડની સ્તુતિનું શું ફળ છે?”
તેનો ઉત્તર:-વ્યવહારનય સર્વથા અસત્યાર્થ નથી, નિશ્ચયને પ્રધાન કરી અસત્યાર્થ કહ્યો છે. વળી છબસ્થને પોતાનો, પરનો આત્મા સાક્ષાત્ દેખાતો નથી, શરીર દેખાય છે, તેની શાંતરૂપ મુદ્રા દેખી પોતાને પણ શાંત ભાવ થાય છે. શું કહે છે? ભગવાનને અંદર નિર્મળ પરિણતિરૂપ કેવળજ્ઞાન પ્રગટયું છે, ણમો અરિહંતાણં-સર્વપદ પ્રગટયું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
છે અને પરમ વીતરાગતા થઈ છે. તેથી શરીરની મુદ્રા પણ શાંત-પરમશાંત દેખાય છે. એ મુદ્રાના નિમિત્તે જ એમ વિચારે કે ભગવાન ચૈતન્યમૂર્તિ જાણે શાંત-શાંત-શાંત અંદર સ્વરૂપમાં ઠરી ગયા છે અને એમ વિચારી પોતાના અંતરંગમાં જાએ તો ભગવાન એકલો ઠરી ગયેલો શાંત જણાય છે.
અહીં નિમિત્તથી કથન કર્યું છે. જો સર્વજ્ઞ પરમાત્માના સમોસરણમાં વીતરાગમુદ્રાને દેખી પોતે શાંત-શાંત થઈ જાય તો ભગવાનના શરીરને નિમિત્ત કહેવાય. બહેનશ્રીના વચનામૃતમાં આવે છે કે હે નાથ! શાંતરસના પરમાણુથી આપનું શરીર વિરાજે છે. અને ભગવાન આત્માનો અંદર વીતરાગસ્વભાવ પ્રગટ થઈ ગયો છે. શાંતશાંત-શાંત શરીરના રજકણો પણ ઉપશમરસ જેવા શાંત દેખાય એને દેખીને જોનારો પણ જો એમ વિચારે કે પોતાનું અવિકારી સ્વરૂપ પણ આવું શાંત છે તો એને અંદરમાં શાન્તિ થાય. જો ત્યાં ને ત્યાં ઊભો રહે અને ભગવાનની શાંત મુદ્રા, શરીરની કાન્તિ ઇત્યાદિના વિકલ્પો જ કર્યા કરે તો પુણ્યબંધન થાય. (શાંતિરૂપ ધર્મ ન થાય.)
આવો ઉપકાર જાણી શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે; તથા શાન્ત મુદ્રા દેખી અંતરંગમાં વીતરાગ ભાવનો નિશ્ચય થાય છે એ પણ ઉપકાર છે” અંતરંગમાં નિશ્ચય થાય એની વાત છે. બાકી એકલી શાંત મુદ્રા એવી તો અનંત વાર કરી અને દેખી, અનંત વાર ભગવાનની મૂર્તિઓ દેખી અને પૂજા પણ અનંત વાર કરી, સમોસરણમાં અનંત વાર ગયો પણ ભગવાન આત્મા અંદર શાંત-શાંત-શાંત, રાગના વિકલ્પની અશાંતિથી ભિન્ન ઉપશમરસનો કંદ છે એમ અંતરંગમાં નિશ્ચય ન કર્યો. તેથી ભગવાનની મુદ્રા પણ નિમિત્ત થઈ ન કહેવાય.
જેમ સક્કરકંદની ઉપરની લાલ છાલ ન જાઓ તો અંદર આખો સક્કર એટલે સાકર નામ મીઠાશનો સફેદ પિંડ પડ્યો છે, તેમ પુણ્ય-પાપના વિકલ્પની છાલ વિનાનો શાંતરસથી ભરેલો ચૈતન્યપિંડ અંદર પડેલો છે એમ ભગવાનની શાંત મદ્રા દેખીને અંદર નિશ્ચય કરે તો ઉપકાર (નિમિત્ત) છે. પણ એને આવી નવરાશ કયાં છે? તેથી તો ચાર ગતિમાં અનાદિથી રખડપટ્ટી કરી રહ્યો છે. સમયસાર નાટકમાં બનારસીદાસે કહ્યું છે કે
“જિનવર્નન કછુ ઔર હૈ, યહ જિનર્વનન નહિ.” આ શરીરનું વર્ણન એ જિનવર્ણન નથી. અંદર વીતરાગમૂર્તિ શાંતરસનો પિંડ પ્રભુ આત્મા ચૈતન્યસ્વરૂપ વિરાજે છે એ જિન છે. એનું વર્ણન જિનવર્ણન કોઈ જુદી ચીજ છે. એનું જ્ઞાન-શ્રદ્ધાન કરવું એ સમ્યગ્દર્શન આદિ ધર્મ છે. અન્યથા શરીરાદિના વર્ણનમાં રોકાઈ જાય તો પુણ્યબંધ થાય એ જ. | [ પ્રવચન નં. ૬૮ ચાલુ
દિનાંક ૬-૨-૭૬ ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૯
तं णिच्छये ण जुज्जदि ण सरीरगुणा हि होंति केवलिणो। केवलिगुणे थुणदि जो सो तचं केवलिं थुणदि।। २९ ।।
तन्निश्चये न युज्यते न शरीरगुणा हि भवन्ति केवलिनः। केवलिगुणान् स्तौति यः स तत्त्वं केलिनं स्तौति।।२९ ।।
ઉપરની વાતને ગાથાથી કહે છે
પણ નિશ્ચયે નથી યોગ્ય એ, નહિ દેહગુણ કેવળીતણા; જે કેવળીગુણને સ્તવે પરમાર્થ કેવળી તે સ્તવે. ૨૯.
ગાથાર્થ- [ તત્] તે સ્તવન [ નિશ્ચયે] નિશ્ચયમાં [ન યુજ્યતે] યોગ્ય નથી [રિ] કારણ કે [ શરીરTMT: ] શરીરના ગુણો [વતિન:] કેવળીના [ન ભવન્તિ ] નથી; [:] જે [ વતિ ગુન] કેવળીના ગુણોની [સ્તોતિ ] સ્તુતિ કરે છે [સ:] તે [તત્ત્વ ] પરમાર્થથી [ વતિન] કેવળીની [સ્તોતિ] સ્તુતિ કરે છે.
ટીકાઃ- જેમ ચાંદીનો ગુણ જે સફેદપણું, તેનો સુવર્ણમાં અભાવ છે માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું, સુવર્ણના ગુણ જે પીળા- પણું આદિ છે તેમના નામથી જ સુવર્ણનું નામ થાય છે તેવી રીતે શરીરના ગુણો જે શુકલરકતપણું વગેરે, તેમનો તીર્થંકર-કેવળીપુરુષમાં અભાવ છે માટે નિશ્ચયથી શરીરના શુકલ-રકતપણું વગેરે ગુણોનું સ્તવન કરવાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન નથી થતું, તીર્થંકર-કેવળીપુરુષના ગુણોનું સ્તવન કરવાથી જ તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન થાય છે.
હવે ઉપરની વાતને સિદ્ધ કરે છે -
* ગાથા ૨૯ : ટીકા ઉપરનું પ્રવચન *
જેમ ચાંદીનો ગુણ જે સફેદપણું, તેનો સુવર્ણમાં અભાવ છે માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું, સુવર્ણના ગુણ જે પીળાપણું આદિ છે તેમના નામથી જ સુવર્ણનું નામ થાય છે જુઓ, ધોળું સોનું એમ કહેવાય છે પણ સોનું સફેદ નથી. સોનામાં તો સફેદપણાનો અભાવ છે. તેથી સુવર્ણના ગુણ જે પીળાશ આદિ છે તે વડ જ સુવર્ણનું નામ થાય છે. આમ અસ્તિ-નાસ્તિ કર્યું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
“તેવી રીતે શરીરના ગુણો જે શુકલ-રક્તપણું વગેરે, તેમનો તીર્થંકરકેવળીપુરુષમાં અભાવ છે.' જુઓ, ભગવાન રાતા છે, ધોળા છે એમ જે રાતો, ધોળો, પીળો રંગ છે એ કાંઈ ભગવાનના આત્મામાં નથી. માટે નિશ્ચયથી શરીરના શુકલરક્તપણું વગેરે ગુણોનું સ્તવન કરવાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન નથી થતું, તીર્થકર-કેવળીપુરુષના ગુણોનું સ્તવન કરવાથી જ તીર્થકર-કેવળીપુરુષનું સ્તવન થાય છે.” ગુણોનું સ્તવન (આગળ) લેશે. ભગવાનના ગુણો એટલે જ્ઞાયકસ્વરૂપ પોતાના જ ગુણો એ રીતે (આગળ લેશે).
[ પ્રવચન નં. ૬૯
*
દિનાંક ૭-૨-૭૬ ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૦
णयरम्मि वण्णिदे जह ण वि रण्णो वण्णणा कदा होदि। देहगुणे थुव्वंते ण केवलिगुणा थुदा होति।।३० ।।
नगरे वर्णिते यथा नापि राज्ञो वर्णना कृता भवति। देहगुणे स्तूयमाने न केवलिगुणाः स्तुता भवन्ति।।३० ।।
(ગા ) प्राकारकवलिताम्बरमुपवनराजीनिगीर्णभूमितलम्। पिबतीव हि नगरमिदं परिखावलयेन पातालम्।। २५ ।।
હવે શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે તેથી શરીરના સ્તવનથી આત્માનું સ્તવન નિશ્ચયે કેમ યુક્ત નથી? એવા પ્રશ્નના ઉત્તરરૂપે દષ્ટાંત સહિત ગાથા કહે છે –
વર્ણન કર્યું નગરી તણું નહિ થાય વર્ણન ભૂપનું,
કીધે શરીરગુણની સ્તુતિ નહિ સ્તવન કેવળીગુણનું. ૩૦. ગાથાર્થ:- [ યથા] જેમ [ નારે] નગરનું [ af fપ] વર્ણન કરતાં છતાં [૨ાજ્ઞ: વર્ણના] રાજાનું વર્ણન [ન વૃતા મવતિ] કરાતું (થતું) નથી, તેમ [વેદને
સ્કૂલમાને] દેહના ગુણનું સ્તવન કરતાં [વતિ TI:] કેવળીના ગુણોનું [સ્તુતા: ન ભવન્તિ] સ્તવન થતું નથી.
ટીકા:- ઉપરના અર્થનું (ટકામાં) કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [ રૂદ્ર નાર દિ] આ નગર એવું છે કે જેણે [પ્રવાર–વનિત– સ્વરમ્] કોટ વડે આકાશને ગ્રસ્યું છે (અર્થાત્ તેનો ગઢ બહુ ઊંચો છે), [૩પવન– રાની–
નિર્જન્મૂતિનY] બગીચાઓની પંક્તિઓથી જે ભૂમિતળને ગળી ગયું છે (અર્થાત્ ચારે તરફ બગીચાઓથી પૃથ્વી ઢંકાઈ ગઈ છે) અને [પરિવાવનકેન પાતાનમ્ પિવતિ રૂવ] કોટની ચારે તરફ ખાઈના ઘેરાથી જાણે કે પાતાળને પી રહ્યું છે (અર્થાત્ ખાઈ બહુ ઊંડી છે ). ૨૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
(આ ) नित्यमविकारसुस्थितसर्वाङ्गमपूर्वसहजलावण्यम्। अक्षोभमिव समुद्र जिनेन्द्ररूपं परं जयति।। २६ ।।
આમ નગરનું વર્ણન કરવા છતાં તેનાથી રાજાનું વર્ણન થતું નથી કારણ કે, જોકે રાજા તેનો અધિષ્ઠાતા છે તોપણ, કોટ-બાગ-ખાઇ-આદિવાળો રાજા નથી.
તેવી રીતે શરીરનું સ્તવન કર્યું તીર્થકરનું સ્તવન થતું નથી તેનો પણ શ્લોક કહે
શ્લોકાર્થઃ- [ જિનેન્દ્ર પર નયતિ] જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. કેવું છે તે? [ નિત્ય—વિવાર–સુરિસ્થત–સર્વામ] જેમાં સર્વ અંગ હંમેશાં અવિકાર અને સુસ્થિત (સારી રીતે સુખરૂપ સ્થિત ) છે, [ પૂર્વ-સહન–નાવગ્યમ્ ] જેમાં (જન્મથી જ ) અપૂર્વ અને સ્વાભાવિક લાવણ્ય છે (અર્થાત્ જે સર્વને પ્રિય લાગે છે) અને [સમુદ્ર રૂવ કક્ષોમમ્] જે સમુદ્રની જેમ ક્ષોભરહિત છે, ચળાચળ નથી. ૨૬.
આમ શરીરનું સ્તવન કરવા છતાં તેનાથી તીર્થંકર-કેવળપુરુષનું સ્તવન થતું નથી કારણ કે, જોકે તીર્થંકર-કેવળીપુરુષને શરીરનું અધિષ્ઠાતાપણું છે તોપણ, સુસ્થિત સર્વાગપણું, લાવણ્ય આદિ આત્માના ગુણ નહિ હોવાથી તીર્થંકર-કેવળીપુરુષને તે ગુણોનો અભાવ છે.
* ગાથા ૩૦ : ટીકા ઉપરનું પ્રવચન * ઉપરના (ગાથામાં કહેલા) અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૨૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
રૂવં નામ દિ' આ નગર એવું છે કે જેણે “પ્રાવIRવનિતાસ્વરમ” કોટ વડે આકાશને ગ્રસ્યું છે. એટલે કે એનો કોટ એટલો બધો ઊંચો છે કે જાણે આકાશને આંબતો હોય; “ઉપવનરાનનિયમૂનિતનમ' તથા બગીચાઓની પંક્તિઓથી જાણે ભૂમિતળને ગળી ગયું હોય (અર્થાત્ ચારે તરફ બગીચાઓથી ભૂમિ ઢંકાઈ ગઈ છે); અને “પરિવાવાયેન પાતાલ પવતિ રૂવ' કોટની ચારે તરફ ખાઈના ઘેરાથી જાણે કે પાતાળને પી રહ્યું છે ( અર્થાત્ ખાઈ બહુ ઊંડી છે). જુઓ, જેના ભૂમિતળ ઉપર બગીચા પથરાએલા છે, કોટ જાણે આકાશમાં વ્યાપી રહ્યો છે અને ખાઈ જાણે પાતાળ સુધી ઊંડી ગઈ છે-“આમ નગરનું વર્ણન કરવા છતાં તેનાથી રાજાનું વર્ણન થતું નથી. કારણ કે, જોકે રાજા તેનો અધિષ્ઠાતા છે તો પણ કોટ-બાગ-ખાઈ આદિવાળો રાજા નથી.”
તેવી રીતે શરીરનું સ્તવન કર્યો તીર્થંકરનું સ્તવન થતું નથી તેનો પણ કળશરૂપ શ્લોક કહે છે:
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૦ ]
[ ૧૧૯
* કળશ ૨૬ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
“જિનેન્દ્રપં પરં નયતિ' જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. કેવું છે ને? નિત્યમ્ વિવારસુસ્થિતસવંગમ' જેમાં સર્વ અંગ હમેશાં અવિકાર અને સુસ્થિત (સારી રીતે સુખરૂપ સ્થિત) છે, જેમાં “પૂર્વસંહનાવખ્યમ' (જન્મથી જ) અપૂર્વ અને સ્વાભાવિક લાવણ્ય છે (અર્થાત્ જે સર્વને પ્રિય લાગે છે ); “સમુદ્રમ રૂવ પક્ષોમમ’ અને જે સમુદ્રની જેમ ક્ષોભરહિત છે, ચળાચળ નથી. જુઓ, ભગવાનનું શરીર એવું હોય છે કે સૂર્યથી પણ વધારે પ્રકાશવાળું હોય છે સુંદરતા (નમણાઈ ) બહુ હોય છે. દરેક અવયવની પ્રકૃતિ એવી બંધાયેલી છે કે જેથી શરીરની સુંદરતા-નમણાઈ શ્રેષ્ઠ હોય છે. સઘળા અંગો નિર્વિકાર અને પ્રમાણસર હોય છે. વળી તે સમુદ્રની જેમ શાંત-શાંત નિશ્ચલ હોય છે.
આમ શરીરનું સ્તવન કરવા છતાં તેનાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન થતું નથી. કારણ કે, જોકે તીર્થંકર-કેવળીપુરુષને શરીરનું અધિષ્ઠાતાપણું છે તોપણ, સુસ્થિત સર્વાગપણું, લાવણ્ય આદિ આત્માના ગુણ નહિ હોવાથી તીર્થંકર-કેવળીપુરુષને તે ગુણોનો અભાવ છે. જેમ નગરના વર્ણનમાં રાજાનું વર્ણન આવતું નથી તેમ શરીરના વર્ણનમાં આત્માનું વર્ણન આવતું નથી.
[ પ્રવચન નં ૬૯ ચાલુ
દિનાંક ૭-૨-૭૬]
S:
HH
O)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૧
जो इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आदं। तं खलु जिदिदियं ते भणंति जे णिच्छिदा साहू।। ३१ ।।
य इन्द्रियाणि जित्वा ज्ञानस्वभावाधिकं जानात्यात्मानम्। तं खलु जितेन्द्रियं ते भणन्ति ये निश्चिताः साधवः।। ३१ ।।
હવે, (તીર્થંકર-કેવળીની) નિશ્ચયસ્તુતિ કહે છે. તેમાં પહેલાં શેય-જ્ઞાયકના સંકરદોષનો પરિહાર કરી સ્તુતિ કહે છે:
જીતી ઇંદ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને, નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને. ૩૧.
ગાથાર્થ- [ :] જે [ન્દ્રિયાણ ] ઇન્દ્રિયોને [ નિત્વા ] જીતીને [ જ્ઞાનસ્વભાવધિવકં] જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક [ માત્માનન્] આત્માને [નાનાતિ ] જાણે છે [i] તેને, [૨ નિશ્ચિત: સવ:] જે નિશ્ચયનયમાં સ્થિત સાધુઓ છે [તે] તેઓ, [રવતુ ] ખરેખર [ જિતેન્દ્રિયં] જિતેંદ્રિવ [ મળત્તિ ] કહે છે.
ટીકાઃ- (જે મુનિ દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇદ્રિયોના વિષયભૂત પદાર્થો-એ ત્રણેયને પોતાનાથી જુદાં કરીને સર્વ અન્યદ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જિતેન્દ્રિય છે.) અનાદિ અમર્યાદરૂપ બંધ પર્યાયના વશે જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે (અર્થાત્ જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી) એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્યન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદ-અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જાદી કરી; એ, દ્રવ્યન્દ્રિયોનું જીતવું થયું. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે (અર્થાત્ જ્ઞાનને ખડખંડરૂપ જણાવે છે, એવી ભાવેન્દ્રિયોને, પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્યશક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી; એ, ભાવેન્દ્રિયોનું જીતવું થયું. ગ્રાહ્યગ્રાહકલક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે જેઓ પોતાના સંવેદન ( અનુભવ) સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે એવા, ભાવેન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા જે ઇંદ્રિયોના વિષયભૂત સ્પર્ધાદિ પદાર્થો તેમને, પોતાની ચૈતન્યશકિતનું સ્વયમેવ અનુભવમાં આવતું જે અસંગપણું તે વડે સર્વથા પોતાથી જાદા કર્યા; એ, ઈદ્રિયોના વિષયભૂત પદાર્થોનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૧ ]
[ ૧૨૧
જીતવું થયું. આમ જે (મુનિ) દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઈદ્રિયોના વિષયભૂત પદાર્થોએ ત્રણેને જીતીને, જ્ઞય-જ્ઞાયક-સંકર નામનો દોષ આવતો હતો તે સઘળો દૂર થવાથી એકત્વમાં *ટંકોત્કર્ણ અને જ્ઞાનસ્વભાવ વડે સર્વ અન્યદ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે તે નિશ્ચયથી “જિતેન્દ્રિય જિન” છે. ( જ્ઞાનસ્વભાવ અન્ય અચેતન દ્રવ્યોમાં નથી તેથી તે વડે આત્મા સર્વથી અધિક, જુદો જ છે.) કેવો છે તે જ્ઞાનસ્વભાવ? આ વિશ્વની (સમસ્ત પદાર્થોની) ઉપર તરતો (અર્થાત્ તેમને જાણતાં છતાં તે-રૂપ નહિ થતો), પ્રત્યક્ષ ઉધોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન, અવિનશ્વર, સ્વત:સિદ્ધ અને પરમાર્થસ-એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે.
આ રીતે એક નિશ્ચયસ્તુતિ તો આ થઈ.
(જ્ઞય તો દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થો અને જ્ઞાયક પોતે આત્મા-એ બન્નેનું અનુભવન, વિષયોની આસક્તતાથી, એક જેવું થતું હતું, ભેદજ્ઞાનથી ભિન્નપણે જાણ્યું ત્યારે તે યજ્ઞાયક-સંકરદોષ દૂર થયો એમ અહીં જાણવું.)
શિષ્યનો પ્રશ્ન છે કે-જેમ નગરના વર્ણનથી રાજાનું વર્ણન યથાર્થપણે થઈ શકે નહિ તેમ શરીરના સ્તવનથી આત્માની સ્તુતિ થઈ શક્તી નથી તો પછી તીર્થકર કેવળીની નિશ્ચયસ્તુતિ કોને કહે છે?
તેનું સમાધાન -આત્મા જ્ઞાયકસ્વભાવી વસ્તુ છે. અને આ શરીર-પરિણામને પ્રાપ્ત જે ઇન્દ્રિયો છે તે જડ છે. તથા એક એક વિષયને જે ખંડખંડપણે જાણે છે તે ભાવેન્દ્રિયો-ક્ષયોપશમજ્ઞાન પણ ખરેખર ઈદ્રિય છે. શરીર પરિણામને પ્રાપ્ત જડ ઈદ્રિયો જેમ શાયકનું પરય છે તેમ શબ્દ, રસ, રૂપ, ગંધ આદિને જાણનાર ભાવેન્દ્રિયો પણ નિશ્ચયથી જ્ઞાયકનું પરય છે; જ્ઞાયક ભગવાન આત્માનું તે સ્પશેય નથી. તેમજ ભાવેન્દ્રિયોથી જણાતા જે શબ્દ, રસ, ગંધ, સ્પર્શાદિ પર પદાર્થો તે પર પરય છે. સ્વજ્ઞયપણે જાણવા લાયક જ્ઞાયક અને પર તરીકે જાણવા લાયક પરજ્ઞય-એ બન્નેની એત્વબુદ્ધિ તે મિથ્યાત્વ, અજ્ઞાન અને સંસારભાવ છે. એ ત્રણેયને (દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિયો અને તેમના વિષયભૂત પદાર્થોને ) જે જીતે એટલે કે પરમ તરફનું લક્ષ છોડીને સ્પશેય જે શુદ્ધ જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા છે તેનો અનુભવ કરે, તેને જાણે, વેદે અને માને તે સમ્યગ્દષ્ટિ છે અને તેને કેવળીની સાચી અથવા નિશ્ચય સ્તુતિ હોય છે. આ અધિકારમાં મુનિની પ્રધાનતાથી વાત છે. (સમ્યગ્દષ્ટિ પણ એમાં આવી જાય છે) ધર્મની શરુઆતની આ ગાથા છે. છઠ્ઠી અને અગીયારમી ગાથામાં આ જ વાત છે. અહીં તેનું જુદી રીતે કથન કર્યું છે.
* ટંકોત્કીર્ણ = પથ્થરમાં ટાંકણાથી કોરેલી મૂર્તિની જેમ એકાકાર જેવો ને તેવી સ્થિત.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
* ગાથા ૩૧ : ટીકા ઉપરનું પ્રવચન *
શરીર એ જડ પરમાણુઓનો સ્કંધ છે. અને પાંચ ઈન્દ્રિયો-સ્પર્શ, જીભ, નાક, આંખ અને કાન તે જડ શરીરના પરિણામ છે. શરીરના પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયોને દ્રવ્યન્દ્રિયો કહે છે. તે (દ્રવ્યન્દ્રિયો) આત્માના પરિણામ (પર્યાય) નથી. જડ દ્રવ્યન્દ્રિયોને જીતવી એટલે તેનાથી ભિન્ન, અધિક-જુદો પરિપૂર્ણ એક જ્ઞાયકને અનુભવવો. તેને (અનુભૂતિને) ભગવાન કેવળીની સ્તુતિ અથવા કેવળીનાં વખાણ કહે છે. જ્યારે પોતાનું જેવું સ્વરૂપ છે તેવું આદર્યું, તેવા સ્વરૂપમાં એકાગ્ર થયો ત્યારે ભગવાનનાં સ્તુતિ-વખાણ કર્યા એમ કહેવાય છે. અને એ જ સમ્યગ્દર્શન એટલે ધર્મનું પ્રથમ પગથિયું છે.
' હવે દ્રવ્યન્દ્રિયોને કેમ જીતવી એની વિશેષ વાત કરે છે. ટીકામાં નિરવવંદપર્યાયવશેન' એટલે અનાદિ અમર્યાદિત બંધપર્યાયના વશે એમ લીધું છે. જાઓ, કર્મના બંધને મર્યાદા નથી, તે અનાદિ છે. જેમ ખાણમાં સોનું અને પત્થર બને અનાદિનાં ભેગાં છે તેમ આનંદસ્વરૂપ આત્માના સંબંધમાં નિમિત્તરૂપે જડ કર્મની બંધ અવસ્થા અનાદિની છે. અજ્ઞાની બંધાર્યાયના કારણે નહિ પણ બંધપર્યાયને વશ થઈને પરને પોતાનાં માને છે. ભગવાન આત્મા ચિઘન જ્ઞાયકસ્વરૂપ છે. તેના અનુભવથી સમ્યગ્દર્શન વા ધર્મ પ્રગટ થાય છે. પરંતુ અજ્ઞાની જડ કર્મને વશ થઈને અધર્મને સેવે છે. પર્યાયમાં પરને વશ થવાનો ધર્મ (યોગ્યતા) છે. તેથી તે પરને વશ થઈને રાગાદિ કરે છે. પ્રવચનસારમાં ૪૭ નય કહ્યાં છે. તેમાં એક ઈશ્વરનય છે. તેમાં આ વાત કરી છે. કર્મનો ઉદય વિકાર કરાવે છે એમ નથી. અજ્ઞાની કર્મના ઉદયને વશ થઈ જડ ઈન્દ્રિયોને પોતાની માને છે તેથી અજ્ઞાનીને વિકાર થાય છે. ટીકામાં “વંધપર્યાયવશેન' એમ શબ્દો છે એનો અર્થ એ છે કે બંધાર્યાયથી વિકાર થતો નથી પણ બંધપર્યાયને વશ થતાં અજ્ઞાની વિકારરૂપે પરિણમે છે.
અહો ! દિગંબર સંતોએ તો જ્યાં ત્યાં (સર્વત્ર) સ્વતંત્રતાનું જ વર્ણન કર્યું છે. અજીવ તત્ત્વ અને વિકાર-આસ્રવતત્ત્વની સ્વતંત્રતાની પણ જેને ખબર નથી તેને આનંદ-કંદ ભગવાન શાયક્તત્ત્વ સ્વતંત્ર છે તેની દષ્ટિ કયાંથી થાય? નિમિત્તના વિશે વિકાર થાય છે એમ ન માનતાં તેને લઈને થાય છે એમ માનવામાં મોટો ઉગમણોઆથમણો ફેર છે. ભાઈ ! આ તો ભગવાનનો માલ સંતો તેના આડતિયા થઈને બતાવે છે. સમોસરણમાં ભગવાનની દિવ્યધ્વનિ-ઓમકારધ્વનિ ઇચ્છા વિના છૂટે છે. બનારસીવિલાસમાં આવે છે કે “મુખ ઓમકાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચારૈ” આપણે જેમ બોલીએ છીએ તેમ ભગવાન ન બોલે. એમના કંઠ અને હોઠ હાલે-ધ્રૂજે નહિ. “ઓમ્' એવો ધ્વનિ અંદર આખા શરીરમાંથી નીકળે. એમાંથી ગણધરદેવ બારઅંગરૂપ શ્રુતની રચના કરે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૧ ]
[ ૧૨૩
અહીં કહે છે કે ભગવાન! તું તો આનંદઘન અખંડ એક જ્ઞાયકભાવ વસ્તુ છો ને! તેનો આશ્રય છોડી કર્મના ઉદયને વશ થઈ જડ ઇન્દ્રિયોને પોતાની માને છે તે મિથ્યાભાવ છે. તેના કારણે સ્વ-પરનો વિભાગ અસ્ત થઈ ગયો છે. બંધ પર્યાયના કારણે વિકાર-મિથ્યાભાવ થાય છે એમ નહિ, પણ બંધ પર્યાયને વશ થવાથી વિકારમિથ્યાભાવ થાય છે એમ વાત છે.
સમસ્ત સ્વ-પરનો વિભાગ” એવા શબ્દો છે. એનો અર્થ એ કે જ્ઞાયકસ્વરૂપ જીવ પોતે તે સ્વ છે અને જડ ઇન્દ્રિયો તે પર છે. તે બન્નેનું ભિન્નપણું પૂરું અસ્ત થઈ ગયું છે. તેથી આ જડ ઇન્દ્રિયો તે જ હું છું એમ અજ્ઞાની માને છે. તે જીવ અને અજીવને એકપણે માને છે. કર્મબંધની પર્યાયને તાબે થઈ અજ્ઞાની ભગવાન આત્મા જ્ઞાયકભાવ અને શરીર પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયોએ બન્નેની જુદાઈ કરતો નથી, પણ જડની પર્યાયને પોતાની માને છે. અજીવને જીવ માનવો કે જીવને અજીવ માનવો એ મિથ્યાત્વ
અહો ! સંતો આત્માને “ભગવાન” કહીને સંબોધે છે. “ભગ” એટલે લક્ષ્મી અને વાન” એટલે વાળો. આત્મા અનંત જ્ઞાન અને અનંત આનંદની લક્ષ્મીવાળો ભગવાન છે. આ તો જેની પાસે ઈન્દ્રો પણ ગલુડિયાની જેમ વાણી સાંભળવા બેસે તે વીતરાગ જૈન પરમેશ્વરની વાણીમાં આવેલી વાત છે. પરંતુ પોતે કોણ છે તેનું ભાન નહિ હોવાથી કર્મની બંધ પર્યાયને વશ થઈ અજ્ઞાની જડ ઇન્દ્રિયોને પોતાની માને છે. મારી આંખ આવી છે, મારા કાન આવા છે, મારું નાક આવું છે ઇત્યાદિ માને છે. પણ ભાઈ એ ઇન્દ્રિયો કે” દિ તારી હતી? અગાઉ ગાથા ૧૯ માં આવ્યું છે કે-જ્યાંસુધી આ આત્માને જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને શરીરાદિ નોકર્મમાં “આ હું છું અને હું માં ( આત્મામાં) “આ કર્મ-નોકર્મ છે'—એવી બુદ્ધિ છે ત્યાં સુધી આ આત્મા અપ્રતિબદ્ધ છે. ભાઈ ! આ શરીર તો જડ માટી–ધૂળ છે. આ ચાર મણની કાયા હોય તેની સ્મશાનમાં રાખ થાય છે. તે બહુ થોડી રાખ થાય છે અને પવન આવે ઊડી જાય છે. કહ્યું છે ને કે:
રજકણ તારાં રખડશે, જેમ રખડતી રેત; પછી નરતન પામીશ કયાં? ચેત, ચેત નર ચેત.”
સંતો જગતને સર્વજ્ઞની વાણીના પ્રવાહનો ભાવ જાહેર કરે છે. ભાઈ ! શરીરની અવસ્થાને પ્રાપ્ત જે જડ દ્રવ્યન્દ્રિયો છે તેને પોતાથી એકપણે માનવી તે અજ્ઞાન, મિથ્યાત્વ, અધર્મ છે. તે દ્રવ્યન્દ્રિયોની પોતાથી જુદાઈ કેમ કરવી તેની હવે વાત કરે છે. ધર્મી નિર્મળ ભેદ-અભ્યાસની પ્રવીણતાથી દ્રવ્યન્દ્રિયોને જુદી કરે છે. “હું તો જ્ઞાયક છું,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
શરીરની અવસ્થા તે હું નહિ –આવું (સંવેદન) જ્ઞાન તે નિર્મળ ભેદજ્ઞાન છે. ઇન્દ્રિયો પર અને હું સ્વ-એમ એકલું વિકલ્પ દ્વારા ધારી રાખવું તે કાંઈ નિર્મળ ભેદજ્ઞાન નથી.
આ જીવ ધર્મ કેમ પામે એની અહીં વાત કરે છે. જોકે વાત ક્રમે સમજાવે છે પણ અંદરમાં કમ નથી. સમજાવવામાં ક્રમ પડે છે, પણ જ્યારે ભિન્ન પડે છે ત્યારે એકીસાથે ભિન્ન થાય છે. નિર્મળ ભેદ–અભ્યાસ એટલે પરથી ભેદ પાડવાનો અભ્યાસ. તે નિર્મળ ભેદ-અભ્યાસની પ્રવીણતાથી એટલે કે જ્ઞાનની પર્યાયને જ્ઞાયક તરફ ઢાળવાથી અંદરમાં પ્રગટ જે અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ તે પ્રાપ્ત થાય છે. અને તેના અવલંબનના બળથી દ્રવ્યન્દ્રિયોને સર્વથા પોતાથી જુદી કરાય છે. કથંચિત્ જુદી કરાય છે એમ નહિ, સર્વથા જુદી કરાય છે. શરીર પરિણામને પ્રાપ્ત દ્રવ્યન્દ્રિયો અતિ સ્થૂળ અને જડ છે. અને નિર્મળ ભેદ-અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત અંતરંગમાં પ્રગટ જે દ્રવ્યસ્વભાવ તે અતિ સૂક્ષ્મ અને ચૈતન્યસ્વરૂપ છે. આવા અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્યસ્વભાવના અવલંબનના બળ વડે દ્રવ્યન્દ્રિયોને જુદી પાડવામાં આવે છે. આ સમ્યગ્દર્શન પામવાની કળા છે. આવી વાત સાંભળવા મળે નહિ અને બિચારા અહોનિશ વેપાર-ધંધામાં મશગુલ રહે તે ધર્મ કેમ કરી પામે? અરે ! આત્માના જ્ઞાન વિના જિંદગી ચાલી જાય છે!
અનાદિથી અજ્ઞાની જડ શરીરને અને આત્માને એકપણે માને છે. તેને શ્રીગુરુ કહે છે કે પ્રભુ! તું (આત્મા) તેનાથી (ઇન્દ્રિયોથી) ભિન્ન છે. ત્યાં શ્રીગુરુની વાત ધારણામાં લઈ તે અંતરમાં એકાગ્ર થવાનો પ્રયોગ કરે છે. અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ અંદરમાં વસ્તુ તરીકે જે પ્રગટ છે તેને નિર્મળ ભેદ-અભ્યાસથી પ્રાપ્ત કરી તેમાં એકાગ્ર થતાં, તેનો આશ્રય કરતાં દ્રવ્યન્દ્રિયો સર્વથા જુદી પડે છે. આ સમ્યગ્દર્શન એટલે ધર્મનું પહેલું પગથિયું પ્રાપ્ત કરવાની રીત છે. જુઓ, કેટલી વાત કરી છે? એક તો કર્મના ઉદયને વશ થવાથી વિકાર-મિથ્યાભાવ થાય છે. તે વડે જીવ પોતાને અને દ્રવ્યન્દ્રિયોને એકપણે માને છે પણ જુદાઈ માનતો નથી. બીજું શરીર પરિણામને પ્રાપ્ત જડ ઈન્દ્રિયોને પોતાથી જુદી પાડવાનો અભ્યાસ તે નિર્મળ ભેદજ્ઞાન છે. આવા નિર્મળ ભેદજ્ઞાન વડે પ્રાપ્ત અંતરંગમાં પ્રગટ અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર થતાં દ્રવ્યન્દ્રિયો જુદી પડી જાય છે. આ ધર્મ પામવાની રીત છે.
અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ અંદરમાં વસ્તુ તરીકે પ્રગટ છે. ગાથા ૪૯ માં તેને અવ્યક્ત કહ્યો છે. ત્યાં તો પર્યાય જે વ્યક્ત છે તેની અપેક્ષાએ અવ્યક્ત કહ્યો છે. વસ્તુ તરીકે તો તે પ્રગટ, સત, મોજૂદ, અસ્તિપણે વિદ્યમાન છે. આવા અંતરંગમાં વિદ્યમાન અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવના અવલંબન-આશ્રય વડે દ્રવ્યન્દ્રિયોને પોતાથી સર્વથા જુદી કરવી તેને દ્રવ્યન્દ્રિયોનું જીતવું કહેવાય છે. કાનમાં ખીલા નાખવા કે આંખો બંધ કરી દેવી ઇત્યાદિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૧ ]
[ ૧૨૫
કાંઈ જિતેન્દ્રિયપણું નથી. હજી દ્રવ્યેન્દ્રિયો કોને કહેવાય એની પણ ખબર નથી તે ઇન્દ્રિયોને જીતે શી રીતે ?
હવે ભાવેન્દ્રિયોને જીતવાની વાત કરે છે. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે તે ભાવેન્દ્રિયો છે. કાનનો ઉઘાડ શબ્દને જાણે, આંખનો ક્ષયોપશમ રૂપને જાણે, સ્પર્શનો ઉઘાડ સ્પર્શને જાણે ઇત્યાદિ પોતપોતાના વિષયોમાં વ્યાપાર કરી જે વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે તે ભાવેન્દ્રિયો છે. આ બાહ્ય ઇન્દ્રિયોની વાત નથી. એક એક ઇન્દ્રિય પોતપોતાનો વ્યાપાર કરે છે તેથી જ્ઞાનને તે ખંડખંડરૂપ જણાવે છે. જેમ બેન્દ્રિયો અને આત્માને એકપણે માનવાં તે અજ્ઞાન છે તેમ જ્ઞાનને ખંડખંડરૂપે જણાવનાર ભાવેન્દ્રિયો અને જ્ઞાયકને એકપણે માનવાં એ પણ મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. જુદા જુદા પોતપોતાના વિષયોને જે ખંડખંડ ગ્રહણ કરે છે અને અખંડ એકરૂપ શાયકને જે ખંડખંડરૂપે જણાવે છે તે ભાવેન્દ્રિયોની જ્ઞાયક આત્મા સાથે એક્તા કરવી તે મિથ્યાત્વ છે.
બેન્દ્રિયો છે તે શરીરપરિણામને પ્રાપ્ત છે, જ્યારે ભાવેન્દ્રિયો જ્ઞાનના ખંડખંડ પરિણામને પ્રાપ્ત છે. જે જ્ઞાન એક એક વિષયને જણાવે, જ્ઞાનને ખંડખંડરૂપે જણાવે, અંશી (જ્ઞાયક) ને પર્યાયમાં ખંડરૂપે જણાવે તે ભાવેન્દ્રિયો છે. જેમ જડ દ્રવ્યેન્દ્રિયો શાયકનું ૫૨જ્ઞેય છે તેમ ભાવેન્દ્રિયો પણ જ્ઞાયકનું પરશેય છે. અહીં જ્ઞેય-જ્ઞાયકના સંકર-દોષનો પરિહાર કરાવે છે. જેમ શરીર પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયો શૈય અને આત્મા શાયક ભિન્ન છે તેમ ભાવેન્દ્રિયો પણ પરશેય છે અને આત્મા જ્ઞાયક ભિન્ન છે. અહાહા! એક એક વિષયને જાણનાર જ્ઞાનનો ક્ષયોપશમ તથા અખંડ જ્ઞાનને ખંડખંડપણે જણાવનાર ભાવેન્દ્રિય તે જ્ઞાયકનું પરÀય છે અને જ્ઞાયક પ્રભુ આત્માથી ભિન્ન છે. આમાં અખંડ એક ચૈતન્યશક્તિપણાની પ્રતીતિનું જોર લીધું છે. પહેલાં દ્રવ્યેન્દ્રિયોને ભિન્ન કરવામાં એના (જ્ઞાયકભાવના ) અવલંબનનું બળ લીધું છે. જ્ઞાયકભાવ એક અને અખંડ છે, જ્યારે ભાવેન્દ્રિય અનેક અને ખંડખંડરૂપ છે. અખંડ એક જ્ઞાયકભાવરૂપ ચૈતન્યશક્તિની પ્રતીતિ થતાં અનેક અને ખંડખંડરૂપ ભાવેન્દ્રિય જુદી થાય છે-ભિન્ન જણાય છે. આ રીતે અખંડ જ્ઞાયકભાવની પ્રતીતિ વડે જ્ઞાનને ખંડખંડરૂપ જણાવના૨ ૫૨શેયરૂપ ભાવેન્દ્રિયને સર્વથા જુદી કરવી એ ભાવેન્દ્રિયોનું જીતવું છે એમ કહેવાય છે.
આ ગાથામાં શૈય-જ્ઞાયકના સંકરદોષના પરિહારની વાત છે. શરીર પરિણામને પ્રાસ જડ ઇન્દ્રિયો પરશેય હોવા છતાં તે મારી છે એવી એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વભાવ, સંકર-ખીચડો છે. જેની આવી માન્યતા છે તેણે જડની પર્યાય અને ચૈતન્યથી પર્યાયને એક કરી છે. તેવી રીતે એક એક વિષય (શબ્દ, રસ, રૂપ, ઇત્યાદિ ) જાણવાની યોગ્યતાવાળો ક્ષયોપશમભાવ તે ભાવેન્દ્રિય છે. તે પણ ખરેખર પરશેય છે. પરજ્ઞેય અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
જ્ઞાયકભાવની એક્તાબુદ્ધિ તે સંસાર છે, મિથ્યાત્વ છે. ભાવેન્દ્રિયનો વિષય જે આખી દુનિયા સ્ત્રી, કુટુંબ, દેવ, શાસ્ત્ર, ગુરુ-તે બધાય ઇન્દ્રિયના વિષયો હોવાથી ઇન્દ્રિય કહેવામાં આવે છે. તે પણ પરય છે. એનાથી મને લાભ થાય એમ માનવું તે મિથ્યા બ્રાન્તિ છે.
શરીર પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયોથી ભિન્ન ભગવાન આત્મા નિર્મળ ભેદઅભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત થાય છે, બીજી કોઈ રીતે પ્રાપ્ત થતો નથી. ખૂબ પૈસા ખર્ચે મંદિરો બંધાવવાથી, ભગવાનના દર્શનથી કે ભગવાનની વાણીથી ભગવાન આત્મા પ્રાપ્ત થાય એમ નથી. જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે ભાવથી પણ ભગવાન આત્મા ગ્રાહ્ય નથી. જ્ઞાનની પર્યાયને જ્ઞાયકમાં વાળતાં નિર્મળ ભેદ–અભ્યાસની પ્રવીણતાથી અંતરંગમાં પ્રગટ અતિસૂક્ષ્મ ચૈતન્ય-સ્વભાવના અવલંબનના બળ વડે જડ ઇંદ્રિયોને પોતાથી સર્વથા જુદી કરાય છે, જીતાય છે.
મિથ્યાષ્ટિને નવ પૂર્વની જે લબ્ધિ પ્રગટ થાય છે તે અને સાત દ્વીપ તથા સમુદ્રને જાણે તેવું જે વિસંગજ્ઞાન હોય છે તે ઇંદ્રિયજ્ઞાન છે, ભાવેન્દ્રિય છે. તે નવ પૂર્વનું જ્ઞાન કે વિર્ભાગજ્ઞાન સ્વભાવને પ્રાપ્ત કરવામાં કાંઈ કામ આવતું નથી. ભાવેન્દ્રિયને જીતવી હોય તો પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્યશક્તિપણા વડે તેને સર્વથા જુદી જાણ. જ્ઞાનમાં તે પરજ્ઞય છે પણ અશેય નથી એમ જાણ.
પર્યાયને અંતર્મુખ વાળતાં તે સામાન્ય એક અખંડ સ્વભાવમાં જ એકત્વ પામે છે. આ અખંડમાં એકત્વ થાઉં એવું પણ રહેતું નથી. પર્યાય જે બહારની તરફ જતી હતી તેને જ્યાં અંતર્મુખ કરી ત્યાં તે (પર્યાય) સ્વયં સ્વતંત્ર ક્ત થઈને અખંડમાં જ એકત્વ પામે છે. પર્યાયને રાગાદિ પર તરફ વાળતાં મિથ્યાત્વ પ્રગટ થાય છે અને અંતર્મુખ વાળતાં પર્યાયનો વિષય અખંડ જ્ઞાયક થઈ જાય છે (કરવો પડતો નથી). અહાહા ! તે વાળવાવાળો કોણ? દિશા ફેરવવાવાળો કોણ? પોતે. પરની દિશાના લક્ષ તરફ દશા છે એ દશા સ્વલક્ષ પ્રતિ વાળતાં શુદ્ધતા વા ધર્મ પ્રગટ થાય છે. અરે! જે પરજ્ઞય છે એને સ્વય માની આત્મા મિથ્યાત્વથી જીતાઈ ગયો છે (હણાઈ ગયો છે). હવે તે પરશેયથી ભિન્ન પડી, સ્વજ્ઞય જે એક અખંડ ચૈતન્યસ્વભાવ તેની દૃષ્ટિ અને પ્રતીતિ જ્યાં કરી ત્યાં ભાવેન્દ્રિય પોતાથી સર્વથા ભિન્ન જણાય છે. તેને ભાવેન્દ્રિય જીતી એમ કહેવાય છે. તેને સમ્યગ્દર્શન એટલે સાચું દર્શન કહેવાય છે.
અહાહા! શું અદ્ભુત ટીકા છે! ભગવાન આત્માને હથેળીમાં બતાવે છે. આખા લોકનું રાજ આપે તોપણ જેની એક પણ નિર્મળ પર્યાય પ્રગટ થાય એવી નથી, એવી અનંતી પર્યાય જેના એક એક ગુણમાં પડી છે એવો મોટો આત્મા ભગવાન છે. જો પરથી ભિન્ન પડી તેની દષ્ટિ કરે તો પુરુષાર્થથી તે પર્યાય અવશ્ય પ્રગટ થાય. અહો ! તે પુરુષાર્થ પણ અલૌકિક છે.
હવે કહે છે: ગ્રાહ્ય એટલે શેય-જણાવા લાયક અને ગ્રાહક એટલે જ્ઞાયક-જાણનાર.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૧ ]
| [ ૧૨૭
દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય, અને તેના વિષયો એ ત્રણે જણાવા લાયક છે અને જ્ઞાયક આત્મા પોતે જાણનાર છે. એ ત્રણેય પરજ્ઞય તરીકે અને ભગવાન આત્મા સ્વય તરીકે જાણવા લાયક છે. ચાહે તો ભગવાન ત્રણલોકના નાથ હો, તેમની વાણી હો કે તેમનું સમોસરણતે બધુંય અનિન્દ્રિય આત્માની અપેક્ષાએ ઇંદ્રિય છે, પરશય તરીકે જણાવા લાયક છે. અને આત્મા ગ્રાહક–જાણનાર છે. આમ હોવા છતાં ગ્રાહ્ય-ગ્રાહકલક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે વાણીથી જ્ઞાન થાય છે એમ અજ્ઞાની (ભ્રમથી) માને છે. જ્ઞયાકારરૂપે જે જ્ઞાનની પર્યાય થાય છે તે જ્ઞાનનું પરિણમન છે, યનું નહિ, શયના કારણે પણ નહિ, છતાં ય-જ્ઞાયકના સંબંધીની અતિ નિકટતા છે તેથી જ્ઞયથી જ્ઞાન આવ્યું, જ્ઞયના સંબંધથી જ્ઞાન થયું એમ અજ્ઞાની (ભ્રમથી) માને છે.
પહેલાં જ્ઞાન ઓછું હતું, અને શાસ્ત્ર સાંભળતાં નવું (વધારે) જ્ઞાન થયું. તેથી સાંભળવાથી જ્ઞાન થયું એમ અજ્ઞાનીને લાગે છે. જેવું શાસ્ત્ર હોય તેવું જ્ઞાન થાય ત્યારે અજ્ઞાની એમ માને છે કે શાસ્ત્રથી જ્ઞાન થયું. જ્ઞય-જ્ઞાયકનો અતિ નિકટ સંબંધ હોવાથી પરસ્પર જ્ઞય જ્ઞાયકરૂપ અને જ્ઞાયક યરૂપ એમ બને એકરૂપ હોય એવો તેને ભ્રમ થાય છે. ખરેખર એમ નથી, છતાં આવી માન્યતા તે અજ્ઞાન છે. જેવી વાણી હોય તેવા પ્રકારનું જે જ્ઞાન થાય છે તે પોતાના કારણે છે, વાણીના કારણે નહિ. પરસત્તાવલંબી જ્ઞાન પણ પરથી થયું છે એમ માનવું તે અજ્ઞાન છે. ય-જ્ઞાયકસંબંધની નિકટતાને લીધે અજ્ઞાનીને જ્ઞાન અને શેય પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, પરંતુ એક થયા નથી.
પ્રશ્ન:- વાણી સાંભળી માટે જ્ઞાન થયું, પહેલાં તો તે ન હતું?
ઉત્તર- ભાઈ ! તે કાળે તે (જ્ઞાનની) પર્યાયની તે પ્રકારના શયને જાણવાની યોગ્યતા હતી. તેથી જ્ઞાન પોતાથી થયું છે, વાણીના કારણે નહિ. પ્રવચનસારમાં આવે છે કે વીતરાગની વાણી પુદ્ગલ છે, તેનાથી જ્ઞાન થાય નહિ. જ્ઞાનસૂર્ય પ્રભુ પોતે જાણનાર છે. તે સ્વને જાણતાં પરને સ્વત: જાણે છે. પરથી તો તે જાણે નહિ, પણ પર છે માટે પરને જાણે છે એમ પણ નથી.
વાણી, કુટુંબ આદિ પદાર્થો તો ઠીક, પણ સાક્ષાત્ તીર્થકર ભગવાન પણ ગ્રાહ્ય એટલે પરજ્ઞય છે; અને આત્મા પોતાથી જાણનાર છે. અજ્ઞાનીને તે ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થો પરય હોવા છતાં એકમેક જેવા થઈ ગયેલા દેખાય છે. તેમને જુદા કેમ પાડવા તે હવે કહે છે.
જ્ઞાયકનો તો જાણવાનો સ્વતઃ સ્વભાવ છે. ભગવાન કે વાણીને લઈને તે સ્વભાવ-શક્તિ છે એમ નથી. જેને વાણી કે રાગનો પણ સંગ નથી તેવો પોતાનો ચૈતન્યસ્વભાવ છે. તેવા ચૈતન્યસ્વભાવનું સ્વયમેવ અનુભવમાં આવતું જે અસંગપણું તેના વડે પર વિષયો-પરયો સર્વથા જુદા કરાય છે. જુઓ, દ્રવ્યન્દ્રિયો સામે અંતરમાં પ્રગટ અતિ-સૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ લીધો, ભાવેન્દ્રિય સામે એક અખંડ ચૈતન્યશક્તિ લીધી અને અહીં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮ ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૨ ત્રીજા બોલમાં શેય-જ્ઞાયકની નિકટતા સામે ચૈતન્યશક્તિનું અસંગપણું લીધું છે. આ તો ત્રણલોકના નાથની વાણીનો સાર છે.
અહહા! જે પંથે પ્રયાણ કરતાં અનંત આનંદ પ્રગટે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવ-કથિત પંથ અપૂર્વ છે. આવા અપૂર્વ માર્ગની વાત જેને સાંભળવા પણ ન મળે તે પ્રયોગ શી રીતે કરે? જેના ફળમાં સાદિ અનંત અનંત સમાધિ-સુખ પ્રગટે તે મોક્ષમાર્ગનો મહિમા કેટલો કરીએ? ભાઈ ! પરપદાર્થનો સંયોગ મળવો એ તો પૂર્વનાં પુણ્ય-પાપને આધીન છે. પણ જો અંદરમાં પુરુષાર્થ કરે તો આ મોક્ષમાર્ગ પ્રગટ થયા વિના રહે નહિ. અહો ! આચાર્ય અમૃતચંદ્રદેવે ટીકામાં અમૃતની ધારા વહેવડાવી છે.
કેવળીની વાણીમાં પણ જેનું વર્ણન પુરેપુરું આવી શકયું નથી એવી અમૂલ્ય ચીજ આત્મા છે. એવા આત્માને સ્વયમેવ અંતરમાં અનુભવમાં આવતા અસંગપણા વડે ઇંદ્રિયોના વિષયોથી જુદો કર્યો. જેણે પરથી અધિકપણે-ભિન્નપણે પૂર્ણ આત્માને જાણો, સંચેત્યો અને અનુભવ્યો તેણે ઇંદ્રિયોના વિષયોને જીત્યા. જડ ઇંદ્રિયો, ભાવેન્દ્રિય અને તેના વિષયભૂત પદાર્થો એ ત્રણેય જ્ઞાનનું પરય છે. એ ત્રણેયને જેણે જીત્યા એટલે એ સર્વથી જે ભિન્ન પડ્યો તે જિન થયો, જૈન થયો. સ્વપરની એક્તાબુદ્ધિ વડે તે અજૈન હતો. હવે પરથી ભિન્ન પડી નિર્મળ પર્યાયને પ્રગટ કરી તે જીતેન્દ્રિય જિન થાય છે.
પ્રશ્ન:- આ ગાથામાં “સર્વથા જાદા કર્યા” એમ આવે છે. પણ જૈનમાં તો સર્વથા ન હોય ને?
ઉત્તર- જેમ નાળિયેરમાં છાલાં, કાચલી અને ઉપરની રાતડ સે સર્વથી અંદર જે સફેદ ગોળો છે તે સર્વથા ભિન્ન છે. તેમ ભગવાન આત્મા-ચૈતન્યગોળો શરીર, કર્મ અને પુણ્ય-પાપના ( રાતડ) ભાવથી સર્વથા ભિન્ન છે. અને તે અનુભવમાં આવતાં પરથી સર્વથા ભિન્ન પડે છે, કથંચિત ભિન્ન અને કથંચિત્ એક એમ નહીં. સમયસાર કલશટીકામાં શ્લોક ૧૮૧ માં પાંચવાર “સર્વથા' આવે છે. દાખલા તરીકે : “શુદ્ધત્વપરિણમન સર્વથા સકળ કર્મોનો ક્ષય કરવાનું કારણ છે,' “આવું શુદ્ધત્વપરિણમન સર્વથા દ્રવ્યના પરિણમનરૂપ છે, નિર્વિકલ્પરૂપ છે,” “શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન તે, જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે,' ઇત્યાદિ. જ્યાં જે અપેક્ષા લાગે ત્યાં “સર્વથા' જ હોય. જેમકે દ્રવ્ય અપેક્ષાએ આત્મા નિત્ય જ છે અને પર્યાય અપેક્ષાએ અનિત્ય જ છે. આવો માર્ગ છે તે જાણે નહિ અને બહારથી વ્રત કરે અને તપ કરે પણ એ તો બાળવ્રત અને બાળતપ છે, ભાઈ !
આ પ્રકારે જે કોઈ મુનિ દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય અને તેના વિષયભૂત પરપદાર્થોને જીતે છે તેને સઘળો શેય-જ્ઞાયકસંકરદોષ દૂર થાય છે. જણાવા યોગ્ય ચીજ જ્ઞાયકની છે અને જાણનાર જ્ઞાયક જણાવાયોગ્ય ચીજનો છે એમ જાણવું એ અજ્ઞાન છે, જ્ઞયજ્ઞાયકસંકરદોષ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૧ ].
[ ૧૨૯
છે. જડ ઇંદ્રિય, ભાવેન્દ્રિય અને ભગવાન તથા ભગવાનની વાણી ઇત્યાદિ ઇંદ્રિયના વિષયો પરયરૂપ હોવાથી પોતાથી ભિન્ન છે. છતાં અજ્ઞાની તેમને પોતાની માને છે, કારણ કે જેનાથી લાભ થવો માને તેને પોતાની માન્યા વગર રહે નહિ. પરંતુ જો તે પોતાના અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવને અવલંબે, અખંડ એક જ્ઞાયકનો આશ્રય લે, અસંગ એવા નિજ ચૈતન્યને અનુભવે તો એ સઘળો દોષ દૂર થાય છે.
સમજાવવા કથન કરે એમાં ક્રમ પડે છે. પણ જ્યારે આશ્રય લેવામાં આવે છે ત્યારે એકસાથે બધી ઇન્દ્રિયો (દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય અને તેના વિષયભૂત પદાર્થો) જીતાય છે. અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવના અવલંબનના બળ વડે જ્યારે દ્રવ્યેન્દ્રિયને જીતે છે ત્યારે ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયોના વિષયોનું લક્ષ છૂટી ગયું હોય છે. ભાવેન્દ્રિયને જીતે ત્યારે પણ અખંડ એક ચૈતન્યશક્તિની પ્રતીતિ થતાં દ્રવ્યેન્દ્રિય અને પરપદાર્થોનું લક્ષ છૂટી જાય છે. તેવી જ રીતે જ્યારે પર વિષયોને જીતે છે ત્યારે દ્રવ્ય ઉપર જ લક્ષ હોવાથી જડ ઇંદ્રિયો અને ભાવેન્દ્રિય જીતાઈ જાય છે. સમજાણું કાંઈ? ભાઈ ! આ તો સમજણનો માર્ગ છે. સમજવું, સમજવું એ શું કરવાનું નથી ? જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા છે તે જાણવા સિવાય બીજું કરે શું?
જેમ ટાંકણાથી કોતરેલી પત્થરની મૂર્તિ હોય તેમ આ ભગવાન આત્મા એક અખંડ સંકોત્કીર્ણ જ્ઞાનસ્વભાવરૂપ છે. રાગ અને પરથી ભિન્ન પડતાં તે જેવો છે તેવો દેખાય છે. જ્ઞાની સમાધિકાળમાં જ્ઞાનસ્વભાવ વડે સર્વ ઈન્દ્રિયોથી પરમાર્થે જુદા આત્માને અનુભવે છે. દ્રવ્યસંગ્રહ, ગાથા ૪૭ માં આવે છે કે નિશ્ચયરત્નત્રયસ્વરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ અને વ્યવહાર-રત્નત્રયાત્મક વ્યવહાર મોક્ષમાર્ગ એમ બન્ને પ્રકારનો મોક્ષમાર્ગ નિર્વિકાર સ્વસંવેદનસ્વરૂપ પરમ ધ્યાનમાં મુનિને પ્રગટ થાય છે. અંદર ધ્યાનમાં જતાં
ય-જ્ઞાયકની ભિન્નતા થતાં ઈન્દ્રિયો જીતાય છે ત્યારે જે અબુદ્ધિપૂર્વકનો રાગ રહે છે તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. આ રીતે જે પોતાના આત્માને (સર્વ ઇન્દ્રિયોથી ભિન્ન) અનુભવે છે તે જીતેન્દ્રિય જિન છે.
દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો એ ત્રણેયને ઇન્દ્રિય કહે છે. તે સર્વનું લક્ષ છોડીને પોતાના જ્ઞાનસ્વભાવ વડ પરથી અધિક-ભિન્ન એવા નિજ પૂર્ણ શુદ્ધ ચૈતન્યનો જે અનુભવ કરે છે તેને નિશ્ચયનયના જાણનાર ગણધરદેવ જિતેન્દ્રિય જિન અને ધર્મી કહે છે. રાગ હોય છે પણ તે આત્માનો પરમાર્થ સ્વભાવ નથી. તે રાગથીપુણ્ય-પાપથી પૃથક થઈને જ્યારથી જ્ઞાયકસ્વભાવનો અનુભવ થાય છે ત્યારથી જિનપણાની ધર્મની શરૂઆત થાય છે, જ્ઞાનસ્વભાવ-જાણનસ્વભાવ રાગમાં કે પર અચેતન પદાર્થોમાં નથી તેથી જ્ઞાનસ્વભાવ વડે આત્મા તે સર્વથી ભિન્ન-અધિક છે.
હવે કહે છે -કેવો છે જ્ઞાનસ્વભાવ? વિશ્વ ઉપર તરતો છે અર્થાત્ જ્ઞાયક પરશેયને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩) ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
જાણે છતાં પરશેયરૂપ થતો નથી. રાગ, શરીર, વાણી આદિ પરદ્રવ્યોને જ્ઞાયક જાણે છે, છતાં તે પરદ્રવ્યરૂપ થતો નથી. પુણ્ય-પાપના ભાવો રાગ છે, અચેતન છે. તેમાં જ્ઞાનસ્વભાવનો અંશ પણ નથી. જ્ઞાનસ્વભાવ ચૈતન્ય ભગવાન છે. અનંત તેનો મહિમા છે. બહુ જ ટૂંકી પણ ઘણી મહત્ત્વની વાત છે.
વિશ્વ એટલે સમસ્ત પદાર્થો-લોકાલોક. તે ઉપર તરતો અર્થાત્ સમસ્ત પદાર્થોનેલોકાલોકને જાણે છતાં પણ તે-રૂપ નહિ થતો એવો ભિન્ન રહે છે. અહાહા ! આવો જ્ઞાનસ્વભાવ છે. ભાવશક્તિને કારણે જ્ઞાનગુણનું વિકારરહિત જે નિર્મળ પરિણમન થાય છે તેમાં સમસ્ત વિશ્વ જાણવામાં આવે છે છતાં જ્ઞાનની પર્યાય વિશ્વરૂપ થતી નથી. કેવળ જ્ઞાનની પર્યાય આખા લોકાલોકને જાણે છે. લોકાલોક છે માટે તે પર્યાય જાણે છે એમ નથી. પરંતુ પોતાની પર્યાયની એવી જ શક્તિ અને સામર્થ્ય છે. લોકાલોકને જાણે છતાં જ્ઞાનની પર્યાય શેયરૂપ થઈ નથી અને જ્ઞય છે તે જ્ઞાનની પર્યાયરૂપ થયું નથી. આવો જ વસ્તુનો સહજ સ્વભાવ છે. એના મહિમાની શી વાત ! અહો ! આચાર્યદવે ખૂબ ગંભીર વાત કરી છે. તેવી રીતે શ્રુતજ્ઞાનની પર્યાય પણ વિશ્વને જાણે છે, છતાં તે પર્યાય વિશ્વથી ભિન્ન રહે છે. શ્રુતજ્ઞાનની પર્યાય ભલે પરોક્ષપણે જાણે, પણ જાણવામાં કોઈ ચીજ બાકી ન રહે. કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ-પરોક્ષનો ફેર છે, બીજો કોઈ ફેર નથી. બીજી રીતે કહીએ તો જે રાગની મંદતા છે તેને જ્ઞાન જાણે છે, છતાં જ્ઞાનનું પરિણમન રાગથી ભિન્ન રહે છે એટલે કે વિશ્વ ઉપર તરે છે.
વળી તે જ્ઞાનસ્વભાવ પ્રત્યક્ષ ઉધોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. એટલે કે પર, મન કે રાગની સહાય વિના પોતાના અનુભવમાં તે પ્રત્યક્ષ થાય છે. અંતરંગમાં પ્રકાશમાન વસ્તુ ત્રિકાળ છે. તેથી એવો અનુભવ પર્યાયમાં થતાં તે પર્યાય પણ સદા પ્રકાશમાન રહે છે. શક્તિમાંથી વ્યક્તિ પ્રકાશમાનરૂપ જ હોય છે. જ્ઞાનસ્વભાવ પોતાથી પ્રાપ્ત થાય છે, રાગની મંદતાથી નહિ. આને એકાન્ત કહો તો તે એકાન્ત જ છે. સમ્યક એકાન્ત વિના અનેકાન્તનું જ્ઞાન પણ યથાર્થ થતું નથી. સમ્યક એકાન્તમાં આવ્યા વિના પર્યાય, રાગ અને નિમિત્તનું અનેકાન્તપણાનું જ્ઞાન યથાર્થ થતું નથી. શ્રીમદ્ રાજચંદ્ર પણ કહ્યું છે કે-“અનેકાન્ત પણ સમ્યફ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી” ભાઈ ! આ કરવું સરળ છે કારણ કે (પોતે) જે વસ્તુ છે તેને પ્રાપ્ત કરવી છે. રાગ પોતામાં નથી તેથી તે પ્રાપ્ત કરવો સુલભ નથી.
અહાહા! આ જ્ઞાનસ્વભાવને જેણે જાણ્યો, અનુભવ્યો તેને તે કેવો જણાય છે કે તે અવિનશ્વર છે. નાશ ન થાય એવો ત્રિકાળ શાશ્વત જ્ઞાનસ્વભાવ છે. તે સ્વત:સિદ્ધ છે, એટલે તેનું કોઈ ક્ત નથી. વળી તે પરમાર્થરૂપ છે. આવો ભગવાન જ્ઞાનસ્વભાવ અનુભવમાં જણાય છે. જોયું? “ભગવાન જ્ઞાનસ્વભાવ” એમ શબ્દો વાપર્યા છે. જેમ આત્મા ભગવાન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૧ ]
[ ૧૩૧
છે તેમ એનો જ્ઞાનસ્વભાવ પણ ભગવાન છે. જેણે આવા આત્માને અનુભવમાં લીધો તેને તે આવો છે. પરંતુ જેને આવા આત્માનો અનુભવ નથી તેને તે નથી, કેમકે આત્મા શું ચીજ છે તેની તેને ખબર નથી.
પ્રભુ! તું આવો જ છે. તારી જાત જ આવી છે. સહજ વસ્તુ આવી છે. જ્ઞાનસ્વભાવ વિથ ઉપર તરતો છે. એટલે કે સમસ્ત વિશ્વને જાણવામાં સમર્થ હોવા છતાં તેનાથી ભિન્ન રહે છે. જ્ઞાન જ્ઞયમાં ગયા વિના જ્ઞયને જાણે છે. માટે જ્ઞય જ્ઞાનથી ભિન્ન છે. આવો અવિનશ્વર, સ્વત:સિદ્ધ, પરમાર્થરૂપ પરિપૂર્ણ ભગવાન જ્ઞાનસ્વભાવ છે. રાગથી ભિન્ન પડી તેનું ભાન થતાં, તેનો અનુભવ થતાં તે આવો છે એમ ખ્યાલમાં આવે છે. તેનું નામ જિનપણું તથા સમ્યગ્દર્શનાદિ ધર્મ છે. અહો ! અર્જનમાંથી જૈન થવાની આ અલૌકિક વિધિ છે. પર્યાયમાં રાગથી ભિન્ન પડીને ભગવાન જ્ઞાનસ્વભાવ અનુભવમાં આવ્યો ત્યારે જાણવામાં આવ્યું કે પોતે પરથી ભિન્ન પરિપૂર્ણ છે અને સ્વવેદનમાં આવવા લાયક છે. આ પ્રકારે પરથી ભિન્ન થઈને ભગવાન પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવી વસ્તુમાં અંતર એકાગ્ર થવું એ એક નિશ્ચયસ્તુતિ છે, એ કેવળીના ગુણની સ્તુતિ અને આત્માના ગુણની સ્તુતિ છે.
હવે કૌંસમાં ટીપ વડે ખુલાસો કરે છે:
શરીર પરિણામને પ્રાપ્ત દ્રવ્યન્દ્રિય, ખંડખંડજ્ઞાનરૂપ ભાવેન્દ્રિય અને ઇંદ્રિયના વિષયભૂત પદાર્થો-કુટુંબ પરિવાર, દેવ, શાસ્ત્ર, ગુરુ ઇત્યાદિ બધાય પરશેય છે અને જ્ઞાયક સ્વયં ભગવાન આત્મા સ્વય છે. વિષયોની આસક્તિથી તે બન્નેનો એક જેવો અનુભવ થતો હતો. નિમિત્તની રુચિથી શેય-જ્ઞાયકનો એક એવો અનુભવ થતો હતો. પણ જ્યારે ભેદજ્ઞાન વડે ભિન્નતાનું જ્ઞાન થયું ત્યારે શેય-જ્ઞાયકસંકરદોષ દૂર થયો. ત્યારે “હું તો એક અખંડ જ્ઞાયક છું, શયની સાથે મારે કાંઈ સંબંધ નથી” આવું અંદરમાં (સ્વસંવેદન) જ્ઞાન થયું. આ પહેલા પ્રકારની સ્તુતિ થઈ.
[ પ્રવચન નં. ૭૦, ૭૧, ૭૨.
*
દિનાંક ૮-૨-૭૬ થી ૧૦-૨-૭૬ ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨
अथ भाव्यभावकसङ्करदोषपरिहारेण
जो मोहं तु जिणित्ता णाणसहावाधियं मुणदि आदं । तं जिदमोहं साहुं परमट्ठवियाणया बेंति ।। ३२ ।।
यो मोहं तु जित्वा ज्ञानस्वभावाधिकं जानात्यात्मानम्। तं जितमोहं साधुं परमार्थविज्ञायका ब्रुवन्ति ।। ३२ ।।
હવે ભાવ્યભાવક-સંકરદોષ દૂર કરી સ્તુતિ કહે છેઃ
જીતી મોહ જ્ઞાનસ્વભાવથી જે અધિક જાણે આત્મને, ૫૨માર્થના વિજ્ઞાયકો તે સાધુ જિતમોહી કહે. ૩૨.
ગાથાર્થ:- [ય: તુ] જે મુનિ [મોહં] મોહને [બિા] જીતીને [જ્ઞાત્માનમ્ ] પોતાના આત્માને [ જ્ઞાનસ્વમાવધિ ં] જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યભાવોથી અધિક [ ખાનાતિ] જાણે છે [તા સાધું] તે મુનિને [પરમાર્થવિજ્ઞાયા: ] ૫૨માર્થના જાણનારાઓ [ખિતમોë ] જિતમોહ [ ધ્રુવન્તિ ] કહે છે.
ટીકા:- મોહકર્મ ફળ દેવાના સામર્થ્ય વડે પ્રગટ ઉદયરૂપ થઈને ભાવકપણે પ્રગટ થાય છે તોપણ તેના અનુસારે જેની પ્રવૃત્તિ છે એવો જે પોતાનો આત્માભાવ્ય, તેને ભેદજ્ઞાનના બળ વડે દૂરથી જ પાછો વાળવાથી એ રીતે બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને, સમસ્ત ભાવ્યભાવક-સંકરદોષ દૂર થવાથી એકત્વમાં યંકોત્કીર્ણ (નિશ્ચલ ) અને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વ અન્યભાવોથી ૫૨માર્થે જાદા એવા પોતાના આત્માને જે (મુનિ) અનુભવે છે તે નિશ્ચયથી ‘જિતમોહ જિન ' ( જેણે મોહને જીત્યો છે એવા જિન) છે. કેવો છે તે જ્ઞાનસ્વભાવ? આ સમસ્ત લોકના ઉપર તરતો, પ્રત્યક્ષ ઉધોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન, અવિનાશી, પોતાથી જ સિદ્ધ અને ૫૨માર્થસત્ એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે.
આ રીતે ભાવ્યભાવક ભાવના સંકરદોષને દૂર કરી બીજી નિશ્ચયસ્તુતિ છે.
આ ગાથાસૂત્રમાં એક મોહનું જ નામ લીધું છે; તેમાં ‘મોહ' પદને બદલીને તેની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય મૂકીને અગિયાર સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન, સ્પર્શન
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩ર ]
[ ૧૩૩ એ પાંચનાં સૂત્રો ઇંદ્રિયસૂત્ર દ્વારા જુદાં વ્યાખ્યાનરૂપ કરવાં; એમ સોળ સૂત્રો જુદાં જુદાં વ્યાખ્યાનરૂપ કરવા અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
ભાવાર્થ- ભાવક જે મોહ તેના અનુસાર પ્રવૃતિથી પોતાનો આત્મા ભાવ્યરૂપ થાય છે તેને ભેદજ્ઞાનના બળથી જુદો અનુભવે તે જિતમોહ જિન છે. અહીં એવો આશય છે કે શ્રેણી ચડતાં મોહનો ઉદય જેને અનુભવમાં ન રહે અને જે પોતાના બળથી ઉપશમાદિ કરી આત્માને અનુભવે છે તેને જિતમોહ કહ્યો છે; અહીં મોહને જીત્યો છે; તેનો નાશ થયો નથી.
શિષ્યનો પ્રશ્ન હતો કે જ્યારે શરીરના વર્ણનથી આત્માનાં વર્ણન અને સ્તુતિ થતાં નથી તો આત્માની-કેવળીની નિશ્ચયસ્તુતિ કોને કહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં ગાથા ૩૧, ૩ર અને ૩૩ માં કેવળીના ગુણોની સ્તુતિ કોને કહેવાય છે એની વાત કરી છે. તેમાં પ્રથમ ૩૧ મી ગાથામાં કહ્યું કે બેન્દ્રિય, ભાવેન્દ્રિય અને તેના વિષયો એ ત્રણેયનું લક્ષ છોડીને જ્ઞાનાનંદસ્વભાવ જે પરથી ભિન્ન-અધિક પરિપૂર્ણ છે તેનો અનુભવ કરવો તે પહેલા પ્રકારની કેવળીની સ્તુતિ છે. હવે આ ગાથામાં બીજા પ્રકારની સ્તુતિ કોને કહેવાય તે કહે છે.
કર્મનો ઉદય આવે છે તે ભાવક છે, અને તે ભાવકને અનુસરીને જે વિકાર થાય છે તે ભાવ્ય છે. આ ભાવ્ય-ભાવકની એક્તા છે ત્યાં સુધી તેટલો અસ્થિરતાનો દોષ છે. એક્તા છે એટલે કે સમક્તિીને કર્મના ઉદયના અનુસાર વિકારી પરિણતિ થાય છે એની વાત છે. (એક્તાબુદ્ધિ છે એમ નહિ). સમ્યગ્દષ્ટિને આત્માના આનંદનો અનુભવ હોવા છતાં પર્યાયમાં કર્મના ઉદય તરફનું વલણ છે. એને અહીં ભાવ્યભાવક સંકરદોષ કહે છે. આ દોષ મિથ્યાત્વનો નથી, પણ ચારિત્રનો છે. આ દોષ કર્મના ઉદયના કારણે થાય છે એમ નથી પણ તે કર્મના ઉદયને અનુસરીને થતી પોતાની પરિણતિના કારણે છે. તે પરિણતિને ઉદયથી દૂર હઠાવતાં (ઉદયને હુઠાવવાનો નથી) પર તરફનું જોડાણ છૂટી જાય છે. ત્યારે તેને ભાવ્યભાવક-સંકરદોષ દૂર થાય છે. આ બીજા પ્રકારની સ્તુતિ છે.
ભાવક જે કર્મ છે તેને અનુસરીને પર્યાયમાં જે વિકાર થવાની લાયકાત છે તે ભાવકનું ભાવ્ય છે. નિમિત્તના વલણમાં ભાવ્યભાવકપણાની એકપણાની જે વૃત્તિ થાય છે તે ભાવ્ય-ભાવક-સંકરદોષ છે. તેને જે જીતે છે ભાવ્યભાવક દોષ રહિત થાય છે. આ અંદરની પોતાની સ્તુતિ છે. રાગ અને નિમિત્તનું લક્ષ છોડી સ્વભાવનું લક્ષ કરવાથી, નિમિત્તને આધીન જે ભાવ્ય-વિકારી ભાવ થતો હતો તે થયો નહિ તેને અહીં કેવળીની બીજા પ્રકારની સ્તુતિ કહે છે. જેને આ બીજા પ્રકારની સ્તુતિ થઈ હોય તેને પહેલા પ્રકારની સ્તુતિ તો હોય જ છે.
* ગાથા ૩૨ : ગાથાર્થ ઉપરનું પ્રવચન * જ્ઞાનીએ-મુનિએ મિથ્યાત્વ તો જીત્યો છે, પરંતુ હજુ કર્મનો જે ઉદય આવે છે તેમાં જોડાણ ન કરતાં જ્ઞાનસ્વભાવ વડે સર્વ પરદ્રવ્યોથી અધિકપણે પોતાના સ્વરૂપમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
રહીને જે ઉદયને જાણે છે તે મુનિ જિતમોહ કહેવાય છે. ઈન્દ્રિયોની એક્તા તૂટી ગઈ છે અને સ્વભાવની એક્તા થઈ છે. તેથી જ્ઞાનીને જ્ઞય-જ્ઞાયક-સંકરદોષ નાશ પામ્યો છે. પણ હજુ અસ્થિરતામાં કર્મનો ઉદય જે ભાવક છે તે તરફના ઝુકાવથી વિકારરૂપ ભાવ્ય થાય છે. આ ભાવ્યભાવક-સંકરદોષ છે. નિશ્ચયથી આત્મા ખરેખર વિકારનો ર્તા નથી. તેથી કર્મના ઉદયને ભાવક કહી તે ઉદય વિકારરૂપ ભાવ્ય કરનાર છે તેમ કહ્યું છે. તે ભાવ્યભાવક સંબંધને જ્ઞાનીએ પોતાના સ્વભાવનો આશ્રય લઈને હુઠાવી દીધો. એટલે કે ઉદયને અનુસરીને તેને ભાવ્ય જે વિકાર થતો હતો તે સ્વભાવનો આશ્રય થતાં થયો નહિ. ત્યારે તેને ભાવ્યભાવકસંકરદોષ દૂર થયો. તેથી તેને પરમાર્થના જાણનારાઓ જિતમોહ કહે છે.
આ ગાથામાં જે મોહકર્મની વાત છે તે ચારિત્રમોહની વાત છે. ચારિત્રમોહનો ઉદય આવે છે તેમાં જ્ઞાનીને એક્તાબુદ્ધિ થતી નથી. પરંતુ જે અસ્થિરતા થાય છે તે કર્મને વશ થતાં થાય છે. તે વિકારનું અસ્થિરતાનું જે પરિણમન છે તેનો í જ્ઞાની આત્મા છે. કારણ કે ભાવ્ય થવાને લાયક જ્ઞાની આત્મા પણ છે. પ્રવચનસારમાં ૪૭ નયમાં એક
દ્ભનય આવે છે. તેમાં કહ્યું છે કે જેમ રંગરેજ રંગને કરે છે તેમ ધર્માત્મા (પણ) રાગરૂપે પરિણમે છે. માટે તે રાગનો ર્જા ધર્માત્મા પોતે છે. કર્મથી રાગ થાય છે કે કર્મ રાગનો છે એમ નથી. હવે કહે છે કે જેણે પોતાની પર્યાયને જ્ઞાયક તરફ ઝુકાવીને નિમિત્ત-ભાવકને આશ્રયે જે વિકાર થતો હતો તેને દૂરથી છોડી દીધો-એટલે કે પહેલાં વિકાર કર્યો અને પછી છોડી દીધો એમ નહિ, પણ વિકાર થવા જ ન દીધો તેને જિતમોહ
* ગાથા ૩૨ : ટીકા ઉપરનું પ્રવચન *
જડ મોહકર્મ ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ ઉદયરૂપ થાય છે. ફળ દેવાના સામર્થ્યથી એટલે અનુભાગથી. અહીં જે કર્મ સત્તામાં પડયાં છે તેની વાત નથી, પણ ઉદયમાં આવ્યાં છે એની વાત છે. ઉદયપણે જે કર્મ પ્રગટ થાય છે તે ભાવક છે, અને વિકારી થવાને લાયક જે જીવ છે તેને એ કર્મનો ઉદય નિમિત્ત કહેવાય છે. કર્મ ભાવક કોને થાય છે? કે જે (જીવ) કર્મને અનુસરીને વિકાર-ભાવ્ય કરે છે તેને જ કર્મનો ઉદય ભાવક કહેવાય છે અને તે જીવને ભાવ્ય કહેવાય છે. ભાવક કર્મનો ઉદય તો જડમાં આવે છે, પરંતુ તેના અનુસારે જ્યાં સુધી પ્રવૃત્તિ છે ત્યાં સુધી અસ્થિરતા થાય છે તથા ભાવ્યરૂપ વિકાર થાય છે. તેથી ભાવ્ય-ભાવક બન્ને એક થાય છે. એક થાય છે એનો અર્થ એમ છે કે બન્નેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ થાય છે. સમક્તિી છે એ જિતેન્દ્રિય જિન થયો છે, પરંતુ હુજા ભાવ્યભાવક-સંકરદોષ ટાળવાનો બાકી છે. ચારિત્ર-મોહનો ઉદય આવે છે અને તેના અનુસાર પ્રવૃત્તિ થવાથી ભાવ્ય-વિકારીદશા થાય છે. જ્ઞાની તે વિકારી ભાવનો ઉપશમ કરે છે. તે બીજા પ્રકારની સ્તુતિ છે.
જ્યારે મોહકર્મ સત્તામાંથી ફળ દેવાની શક્તિથી ભાવકપણે પ્રગટ ઉદયમાં આવે છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩ર ]
| [ ૧૩૫
ત્યારે જ્ઞાની આત્માની, પોતાની અસ્થિરતાથી તેને અનુસરવાની પ્રવૃત્તિ હોવાથી ભાવકના નિમિત્તે ભાવ્ય એવા વિકારભાવે પરિણમે છે. કર્મનો ઉદય આવે માટે તેને અનુસરવું જ પડે એમ નથી. પરંતુ કર્મનો ઉદય આવે ત્યારે જો તેને અનુસરે તો તે ભાવ્ય થાય છે. ત્યાં સુધી બીજા પ્રકારની સ્તુતિ થતી નથી. આત્માના ગુણની શુદ્ધિ વધે તો તેની સ્તુતિ થાય છે. વિકારી પર્યાય જે નિમિત્તને અનુસરીને થાય છે એમાં ભાવ્યભાવક-સંકરદોષ છે. આ દોષને જે જીતે તેને બીજા પ્રકારની સ્તુતિ-આત્માના ગુણની શુદ્ધિની વૃદ્ધિ હોય છે. અહો ! આચાર્યની ટીકા કેવી ગજબ છે! જાણે એકલાં અમૃત અને ન્યાય ભર્યા છે ! “નો વિચે નિળિTI” એટલે કે અનિન્દ્રિય એવા ભગવાન આત્માને જે રાગ, નિમિત્ત અને એક સમયની પર્યાયથી પણ ભિન્ન કરીને અનુભવે અર્થાત્ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન દ્વારા જે અતીન્દ્રિય આનંદને અનુભવે-વેદે તેને ગણધરદેવ જિતેન્દ્રિય જિન કહે છે. આ પહેલા પ્રકારની સ્તુતિ ૩૧ મી ગાથામાં આવી ગઈ છે. હવે સમ્યગ્દષ્ટિ જીવ ભેદજ્ઞાનના બળ વડે ભાવ્ય-ભાવકસંકરદોષને જીતે છે તેની અહીં વાત છે.
જે આત્મા ભેદજ્ઞાનના બળ દ્વારા, ઉદય તરફના વલણવાળા ભાવને ન થવા દેતાં, દૂરથી ઉદયથી પાછો વળીને, શાકભાવને અનુસરીને સ્થિરતા કરે છે તેને ભાવ્યભાવકસંકરદોષ ટળે છે. “દૂરથી જ પાછો વળીને' એટલે શું? ભાવક એવા ઉદયને અનુસરીને આત્માની પર્યાયમાં વિકારી ભાવ્ય થયું અને પછી તેનાથી હઠ, પાછો વળે એમ નહિ. પરંતુ ભેદજ્ઞાનના બળથી ઉદયમાં જોડાયો જ નહિ અર્થાત્ ઉદય તરફનો વિકારી ભાવ્ય થયો જ નહિ તેને દૂરથી પાછો વાળ્યો એમ કહેવાય છે. સ્વભાવ તરફના વલણથી પર તરફનું વલણ છૂટી ગયું તેને “દૂરથી જ પાછો વળીને” એમ કહ્યું છે. અહાહા ! ભેદજ્ઞાનના બળ દ્વારા અર્થાત્ જ્ઞાયકભાવ તરફના વિશેષ ઝુકાવથી “પરથી ભિન્ન હું એક જ્ઞાયક છું' એમ અંતરસ્થિરતાની વૃદ્ધિથી જેને ઉદય તરફની દશા જ ઉત્પન્ન ન થઈ તેને ભાવ્યભાવક-સંકરદોષ દૂર થયો અને તેણે મોહને જીત્યો છે. અહો! કેવળી અને શ્રુતકેવળીઓએ કરેલી એ જિતમોહ જિનના સ્વરૂપની કથની કેવી અલૌકિક હશે!
કેટલાક લોકો એમ માને છે કે જેવો કર્મનો ઉદય આવે તેવો ભાવ જીવમાં થાય જ; તથા કર્મ નિમિત્તપણે થઈને આવે છે તેથી જીવને વિકાર કરવો જ પડે છે. પરંતુ એમ નથી. જીવ પોતે કર્મના ઉદયને અનુસરે તો ભાવ્ય-વિકારી થાય. પરંતુ ભેદજ્ઞાનના બળ વડે કર્મથી દૂરથી જ પાછો વળી ઉદયને અનુસરે નહિ તો ભાવ્ય-વિકારી થાય નહિ. ઉદય જડ કર્મની પર્યાય છે અને વિકાર આત્માની પર્યાય છે. જડની પર્યાય અને આત્માની પર્યાય વચ્ચે અત્યંત અભાવ છે. તેથી ઉદય આવે તે પ્રમાણે વિકાર થાય કે કરવો પડે એમ નથી.
મોહકર્મ છે એમ એની અસ્તિ સિદ્ધ કરી. હવે તે ફળ દેવાના સામર્થ્યરૂપે પ્રગટ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
થયું એટલે કે સત્તામાંથી તે પાકમાં-ઉદયમાં આવ્યું. જો જીવ તેને અનુસરીને ભાવ્યવિકાર કરે તો ઉદય ભાવકપણે પ્રગટ થયો એમ કહેવાય, અને મોહરૂપ થનાર જીવને ભાવ્ય કહેવાય છે. ભાવ્ય આત્માને ભેદજ્ઞાનના બળ દ્વારા દૂરથી જ પાછો વાળવાથી ઉદય તરફનું લક્ષ છૂટી જાય છે અને પોતાના સ્વભાવ ઉપર લક્ષ જાય છે. આને મોહનું જીતવું કહે છે. જે સમયે ઉદય આવ્યો તે સમયે જ, સાથે જ રાગનો અભાવ હોય છે, પછી નહિ; કારણ કે ઉદય આવ્યો ત્યારે તેના અનુસારે પરિણમન ન થયું અને તેથી રાગ ઉત્પન્ન જ થયો નહિ.
અહાહા ! એક-એક લીટીમાં કેટલું ભર્યું છે? લોકોનાં ભાગ્ય છે કે સમયસાર જેવું શાસ્ત્ર રચાઈ ગયું. આમાં તો મહામુનિઓએ સના ઢંઢેરો પીટયા છે. શું અદ્દભુત ટીકા છે! આવી ટીકા ભરતક્ષેત્રમાં ક્યાંય નથી. અહા ! વીતરાગી મુનિઓને આનંદમાં ઝુલતાં ઝુલતા વિકલ્પ આવ્યો અને આ શબ્દોની રચના થઈ ગઈ, કરી નથી. તે સમયે શબ્દોની પર્યાય થવાની હતી તેથી થઈ છે. ટીકાના શબ્દોની પર્યાયની જન્મક્ષણ હતી તેથી થઈ છે. વિકલ્પ આવ્યો તેથી ટીકા થઈ છે એમ નથી. ટીકાના શબ્દો આ સ્વરૂપે પરિણમવાના હતા જ, માટે પરિણમ્યા છે. તે કાળે વિકલ્પને નિમિત્ત કહેવાય છે.
ક્ષાયિક સમક્તિી કે મુનિને પણ ભાવક-નિમિત્તના લક્ષે પોતાથી ભાવ્યરૂપ થવાની લાયકાત પર્યાયમાં છે. તેથી ભાવક ઉદયના કાળે તેને અનુસાર જો પ્રવૃત્તિ કરે તો આત્માને ભાવ્ય કહેવાય છે. આ ભાવ્ય-ભાવક સંકરદોષ છે. આવો જે ભાવ્ય આત્મા તેને ભેદજ્ઞાનના બળ વડે અર્થાત પોતાના પુરુષાર્થ વડે પર તરફના વલણથી જાદો પાયો. તેથી પરના લક્ષવાળી વિકારી દશા જ ઉત્પન્ન ન થઈ. ઉદય તો ઉદયમાં રહ્યો અને પોતાના પુરુષાર્થ વડે આત્માને ઉદયથી ભિન્સ કરતાં-પાછો વાળતાં મોહ ઉત્પન્ન જ થયો નહિ અને તેથી ભાવ્ય-ભાવક સંકરદોષ દૂર થઈ ગયો. નિમિત્તનું અનુસરણ છૂટતાં, તેને અનુસારે જે પોતાનો પુરુષાર્થ થતો હતો તે હવે ઉપાદાનને અનુસરીને થાય છે. તેથી ભાવક એવા મોહકર્મના અનુસાર થતી અસ્થિરતારૂપ ભાવ્ય દશા પણ થતી નથી. સમકિતીને ભગવાન આત્માનો આશ્રય તો છે જ. પરંતુ જ્યાં સુધી પોતાનો (અસ્થિરતારૂપી) ઊંધો પુરુષાર્થ છે ત્યાં સુધી ભાવ્ય થવાને તે લાયક છે. તેથી જો કર્મનો વિપાક આવે ત્યારે તેને અનુસરે તો ભાવ્ય-ભાવકની એક્તા થાય છે. પરંતુ જો સવળો પુરુષાર્થ કરે અર્થાત્ નિજ સ્વભાવના વિશેષ આશ્રય દ્વારા દૂરથી જ ઉદયથી પાછો વળે તો ભાવ્ય-ભાવકની એક્તા થતી નથી. જે ભાવ્ય વિકારી થતું હતું તે ન થયું તે એનું જીતવું છે.
જે સત્તામાં મોહકર્મ છે તે હવે ફળ દેવાના સામર્થ્યથી ઉદયમાં આવે છે. તે સમયે જ્ઞાનીની પર્યાયમાં તેને અનુસરીને અસ્થિરતારૂપ ભાવ્ય થવાની યોગ્યતા પણ છે. આ પ્રમાણે બનેની અસ્તિ સિદ્ધ કરી. હવે તે જ્ઞાની આત્મા બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને નિમિત્ત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩ર ]
[ ૧૩૭
તરફનો આદર છોડી દે છે. કર્મના વિપાકનો અનાદર કરીને તે જ્ઞાની અંદર ભગવાન જ્ઞાયક ત્રિકાળીના આદરમાં-આશ્રયમાં જાય છે. તેને ભાવ્ય-ભાવકસંકરદોષ દૂર થાય છે. આ ભગવાન આત્મા પોતે સર્વજ્ઞસ્વભાવી છે તેની સ્તુતિ છે. ભાઈ ! વસ્તુસ્થિતિ જ આવી છે. પોતાના ભાવમાં એનું ભાન થવું જોઈએ. એમ ને એમ માની લે તે કામ આવે નહિ. અહો ! કેવળીના અનુસાર આ અલૌકિક ટીકા છે. “પરમાર્થ વચનિકા” માં શ્રી બનારસીદાસ કહે છે કે- “આ ચિઠ્ઠી (વચનિકા) યથાયોગ્ય સુમતિ પ્રમાણ કેવળીવચન અનુસાર છે. જે જીવ સાંભળશે, સમજશે અને શ્રદ્ધશે તેને ભાગ્ય અનુસાર કલ્યાણકારી થશે.” જ્યારે બનારસીદાસ આમ કહે છે તો પછી સંતોની તો શું વાત?
કર્મના ઉદયના કાળે તેને અનુસરીને જે વિકારી દશા થાય તે દોષ છે. જે મુનિ મોહનો તિરસ્કાર કરીને એટલે કે ચારિત્રમોહના ઉદયને અવગણીને, તેનું અનુસરણ છોડી નિજ જ્ઞાયકભાવને અનુભવે છે તે નિશ્ચયથી જિતમોહ જિન છે. આ બીજા પ્રકારની
સ્તુતિ પહેલા પ્રકારની સ્તુતિ કરતાં ઊંચી સ્તુતિ છે. ૩૧ મી ગાથામાં જઘન્ય, ૩ર મી ગાથામાં મધ્યમ અને ૩૩ મી ગાથામાં ઉત્કૃષ્ટ સ્તુતિ કહી છે.
જેટલે અંશે પરથી હટી સ્વ તરફ આવે છે તેટલા અંશે ભાવ્યભાવકસંકરદોષ દૂર થાય છે, ભાવ્યભાવકની એક્તા થતી હતી તે દૂર થાય છે. આ દોષ દૂર થતાં એકત્વમાં ટંકોત્કીર્ણ (નિશ્ચલ) અને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વ ભાવોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને તે મુનિ અનુભવે છે. અહાહા ! “TIMદીવાધિયું” એટલે જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વભાવોથી પરમાર્થ ભિન્ન એવા પોતાના આત્માને જે મુનિ અનુભવે છે તે નિશ્ચયથી જિતમોટું છે. તેણે મોહને જીત્યો છે પણ હા ટાળ્યો નથી. મોહનો ઉપશમ કર્યો છે પણ ક્ષય કર્યો નથી. એટલો પુરુષાર્થ હજુ મંદ છે.
| મુનિને અને સમકિતીને દૃષ્ટિમાં રાગનો અભાવ છે. તેથી કર્મના ઉદયે રાગ થાય છે એમ નથી. પરંતુ પર્યાયમાં રાગ થવાની લાયકાત છે તેથી ભાવક (કર્મ) તરફનું વલણ થતાં રાગરૂપ ભાવ્ય થાય છે. હવે મુનિ, ભાવક જે મોહકર્મ તેની ઉપેક્ષા કરીને-તેનું લક્ષ છોડીને એક જ્ઞાયકભાવ ત્રિકાળી ધ્રુવ ભગવાનનો આશ્રય કરે છે તેને જિતમોહ જિન કહે છે. ભાઈ ! આ એક (જ્ઞાયક ) ભાવ જેને યથાર્થ બેસે એને બધા ભાવ યથાર્થ બેસી જાય. પણ જેને એક ભાવના ઠેકાણાં ન મળે તે નાખે કર્મ ઉપર. પણ તેથી શું થાય? ( સંસાર ન મટે).
હવે કહે છે -કેવો છે જ્ઞાનસ્વભાવ? ૩૧ મી ગાથામાં જે કહ્યું હતું એ જ અહીં છે. આ સમસ્ત લોક ઉપર તરતો છે. જ્ઞાનની પર્યાયમાં સ્વપરપ્રકાશક થવાનો સ્વભાવ છે. તેથી જ્ઞાનસ્વભાવ વડે તે શેયને-લોકને જાણે છે છતાં તે જ્ઞયથી ભિન્ન રહે છે. જ્ઞયને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
બરાબર જાણતો હોવા છતાં શેયરૂપ થતો નથી. તરતો રહે છે એટલે જણાવા યોગ્ય
યથી જુદો રહે છે. વળી તે જ્ઞાનસ્વભાવ પ્રત્યક્ષ ઉધોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. તેથી જ્ઞાનની પર્યાય અંતરમાં આત્માને વિષય બનાવતાં તે પ્રત્યક્ષ થાય છે. આવો અવિનાશી ભગવાન જ્ઞાનસ્વભાવ પોતાથી જ સિદ્ધ અને પરમાર્થ સત્ છે. અહાહા ! આત્મા તો ભગવાન છે પણ તેનો જ્ઞાનસ્વભાવ પણ ભગવાન છે. આ ભગવાનની સ્તુતિ છે. એટલે પોતે ભગવાન છે તેની સ્તુતિ છે.
શિષ્ય પૂછ્યું હતું કે તીર્થકર અને કેવળીની નિશ્ચય સ્તુતિ કેમ થાય? તેનો ઉત્તર એમ આપ્યો કે-આત્મા રાગ અને પરથી ભિન્ન પડીને એક નિજ જ્ઞાયકભાવમાં એકાગ્ર થઈ તેને અનુભવે તે તેની સ્તુતિ છે. ભાવક કર્મનો ઉદય છે અને ભાવ્ય થવાને લાયક પોતાનો આત્મા ભાવ્ય છે. તે બન્નેની એક્તા તે ભાવ્યભાવકસંકરદોષ છે. તે દોષને દૂર કરતાં બીજા પ્રકારની સ્તુતિ થાય છે.
ગાથાસૂત્રમાં એક મોહનું જ નામ લીધું છે. તે “મોહ' પદ બદલીને તેની જગાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય મૂકીને અગિયાર સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં. ચારિત્રમોહનો ઉદય કર્મમાં આવ્યો. તેને અનુસરીને પર્યાયમાં રાગદ્વેષરૂપ થવાની યોગ્યતાવાળો ધર્મીનો આત્મા પણ છે. તેથી ઉદયને અનુસરતાં પર્યાયમાં ભાવ્ય જે રાગ-દ્વેષ થાય છે તે સંકરદોષ છે. હવે જ્ઞાયક-સ્વભાવના ઉગ્ર આશ્રયથી, ઉદય તરફનું વલણ છોડતાં પરથી ભેદ પડી જાય છે અને તેથી રાગ-દ્વેષ ઉત્પન્ન થતા નથી, પરંતુ અરાગી-અષી પરિણામ પ્રગટ થાય છે. તેને રાગ-દ્વેષને જીતવું કહે છે.
રાગ અને દ્વેષમાં ચારેય કષાય આવી જાય છે. ક્રોધ તથા માન દ્વષારૂપ છે અને માયા તથા લોભ રાગરૂપ છે. ચારિત્રમોહનો ઉદય તો જડમાં આવે છે. છતાં સમકિતી અને મુનિને પણ ચારિત્રમોહના ચારેય પ્રકારના ઉદયને અનુસરીને કષાયરૂપે પરિણમવાની યોગ્યતા છે. પરંતુ હવે તેને છોડી દે છે. કષાય પ્રગટ થયો અને પછી તેને જીતીને છોડી દે છે એમ નહિ. પરંતુ કષાય ઉત્પન્ન જ થવા દીધો નહિ. કષાયના ઉદય તરફનું લક્ષ છોડી અર્થાત્ તેનું અનુસરણ છોડીને સ્વભાવના લક્ષે સ્વભાવનું અનુસરણ કરતાં ભાવક અને ભાવ્યનું ભેદજ્ઞાન થાય છે. તેથી ભાવ્ય-કષાય ઉત્પન્ન થતો જ નથી તેને કષાય જીત્યો એમ કહેવાય છે.
એક બાજુ ૪૭ શક્તિઓના વર્ણનમાં એમ કહ્યું કે કર્મના નિમિત્તે થતા રાગનું ર્તાપણું જીવને નથી. જીવ રાગનો અર્તા છે એવો એનો સ્વભાવ છે. રાગને ન કરે એવો તેનામાં અર્ધા ગુણ છે. “સમસ્ત, કર્મથી કરવામાં આવેલા, જ્ઞાતૃત્વમાત્રથી જાદા જે પરિણામો તે પરિણામોના કરણના ઉપરમરૂપ અદ્ભૂત્વશક્તિ.” કર્મથી કરવામાં આવેલા પરિણામ એટલે કે વિકારી પરિણામ જીવ કરે એવો ખરેખર એમાં કોઈ ગુણ નથી. તેથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૨ ]
[ ૧૩૯
પર્યાયમાં જે વિકાર થાય છે તેને કર્મના નિમિત્તે થયેલો દેખી કર્મથી કરવામાં આવેલો છે એમ કહ્યું છે. જ્યારે અહીં કહે છે કે રાગના ભાવ્યપણે થવાની લાયકાત જીવની છે, માટે તે રાગનો ર્તા છે. પ્રવચનસારમાં ૪૭ નયોમાં એક નય છે. એમાં કહે છેઆત્મદ્રવ્ય ર્પ્રનયે, રંગરેજની માફક, રાગાદિ પરિણામનું કરનાર છે, ' જ્યાં ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે ત્યાં દ્રવ્યષ્ટિથી આત્મા અર્તા છે એમ કહ્યું છે. શક્તિમાં દૃષ્ટિનો વિષય અને સ્વભાવની અપેક્ષાએ વર્ણન છે. તેથી જીવ રાગનો ર્તા નથી એવો અર્તાસ્વભાવી કહ્યો છે. જ્યારે અહીં પર્યાયમાં ક્ષણે ક્ષણે કંઈક પરાધીનતા અને સ્વાધીનતા થાય છે તેનું જ્ઞાન કરાવ્યું છે. દષ્ટિ સાથે જે જ્ઞાન પ્રગટ થયું છે તે એમ જાણે છે કે જીવ ર્ક્શનયે રાગરૂપે પરિણમનાર છે. કર્મના લઈને જીવ રાગરૂપે થાય છે એમ નથી. તેમ જ રાગ કરવા લાયક છે એમ પણ નથી. પરંતુ રાગરૂપે જીવ (સ્વયં ) પરિણમે છે તેથી ર્તા કહેવાય છે. છતાં પણ ર્ક્શનય સાથે અર્ધ્વનય હોવાથી રાગનો જ્ઞાની સાક્ષી જ છે, જાણનાર જ છે. રાગને ન કરે એવો અક્તૃત્વગુણ આત્મામાં છે. છતાં પર્યાયમાં જે રાગ થાય છે તે કર્મના નિમિત્તે, કર્મને અનુસરીને થવાની યોગ્યતા પર્યાયમાં હોવાથી થાય છે. તે પર તરફનું વલણ છોડી સ્વનું વલણ કરવું તે સાચો પુરુષાર્થ છે. શક્તિ અને દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ જીવને રાગ-દ્વેષનો ભોગવટો નથી, કેમકે તેનામાં અભોતૃત્વ શક્તિ છે. કર્મના નિમિત્તથી થતાં વિકારીભાવના ઉપરમરૂપ આત્માનો અનુભવ તે ખરેખર પોતાનો ભોગવટો છે. આ ગુણ અને દ્રવ્યને અભેદ કરીને વાત છે. પરંતુ જ્યારે પર્યાયમાં શું છે તે સિદ્ધ કરવું હોય ત્યારે ભોતૃત્વ નયથી સુખ-દુઃખ, સંકલ્પ-વિકલ્પ, પુણ્ય-પાપ અને રાગ-દ્વેષનો ભોગવનાર છે. આવો એક નય છે, પરંતુ પરને આત્મા ભોગવના૨ નથી. ધવલના છઠ્ઠા ભાગમાં પણ કહ્યું છે કે અંતરંગ કારણ પ્રધાન છે, નિમિત્ત નહિ.
પ્રશ્ન:- સ્વામી-કાર્તિકેયાનુપ્રેક્ષામાં આવે છે કેઃ–ાઓ પુદ્દગલની શક્તિ ! તે કેવળજ્ઞાનને પણ રોકે છે. કેવળજ્ઞાનને રોકે એવું કેવળજ્ઞાનાવરણીય કર્મ છે ને ?
ઉત્ત૨:- એ તો પુદ્દગલમાં નિમિત્ત થવાની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કેટલી શક્તિ છે તે બતાવ્યું છે. કેવળજ્ઞાનાવરણીય કર્મનો ઉદય આવ્યો માટે કેવળજ્ઞાન રોકાયું છે એમ નથી. ઉદય તો જડમાં છે, અને ઉદયને અનુસરવાની લાયકાત પોતાની છે. માટે જ્ઞાન પોતાથી હીણપણાને પ્રાપ્ત થયું છે. પરિણતિમાં વિષયનો પ્રતિબંધ થતાં થોડો વિષય કરે છે અને ઘણો છોડી દે છે. તે પોતાથી થાય છે, જ્ઞાનાવરણીય કર્મ તો એમાં નિમિત્ત છે. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ભાવકપણે આવે છે તે તેની સત્તામાં છે અને જીવની સત્તામાં પોતાના કારણે તેને અનુસરીને જ્ઞાની હીણી દશા થવાની ભાબ દશા થાય છે. તે ભાવ્યભાવકસંકરદોષ છે. હવે પર્યાયને પૂર્ણ નિર્મળ કરવા, પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન કેવળજ્ઞાનનો પિંડ છે તેનો પૂર્ણ આશ્રય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
કરતાં નિમિત્તનું અનુસરણ છૂટી જાય છે. ત્યારે તે ભાવ્ય પણ રહેતું નથી અને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તેવી રીતે મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યય જ્ઞાનમાં પણ લઈ લેવું. આ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મ જીતાય છે.
કેવળદર્શનાવરણીય કર્મનો ઉદય આવતાં, તેને અનુસરે તો જરી દર્શનની હીણતારૂપ ભાવ્ય થાય છે. જ્ઞાની અને મુનિને પણ પર્યાયમાં દર્શનની હીણદશારૂપ ભાવ્ય થવાની લાયકાત હોય છે તેથી ભાવ થાય છે, કર્મના કારણે નહિ. જો તે (ઉદય) તરફનું લક્ષ છોડી સ્વભાવમાં આવે (સંપૂર્ણ આશ્રય પામે) તો કેવળદર્શનાવરણીય કર્મ જીતાય છે. તેવી જ રીતે ચક્ષુ, અચલ્સ અને અવધિ દર્શનાવરણીય કર્મને જીતવા સંબંધમાં પણ સમજવું.
હવે અંતરાય કર્મ-દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ પાંચ પર્યાય છે. અંતરાય કર્મનો ઉદય આવે છે માટે આ પાંચ પર્યાય હીણી થાય છે એમ નથી. પરંતુ
જ્યારે એ હીણીદશા થાય છે ત્યારે કર્મના ઉદયને નિમિત્ત કહે છે. લાભાંતરાય, દાનાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય કર્મનો ઉદય આવે છે તે જડમાં છે, અને તે સમયે હીણીદશા થવાની પોતાના ઉપાદાનમાં લાયકાત છે; તેથી ઉદયને અનુસરતાં હીણીદશારૂપ ભાવ્ય થાય છે. પરંતુ પરનું લક્ષ છોડીને ત્રિકાળ વીતરાગમૂર્તિ અકષાયસ્વભાવી ભગવાન આત્માનો આશ્રય કરે તો ભાવ્ય-ભાવકની એક્તાનો સંકરદોષ જે થતો હતો તે ટળી જાય છે. આ અંતરાયકર્મનું જીતવું છે.
તેવી રીતે આયુકર્મનો ઉદય છે માટે જીવને શરીરમાં રહેવું પડે છે એમ નથી. ભાવક કર્મનો ઉદય જડ કર્મમાં છે અને તેને અનુસરીને પર્યાયમાં રહેવાની લાયકાત પોતાની છે માટે જીવ રહ્યો છે. આયુકર્મ તો નિમિત્ત માત્ર છે. સાતા-અસાતા વેદનીયકર્મનો ઉદય હોય એ તો જડમાં છે. વળી ખરેખર તો એ સંયોગની પ્રાપ્તિમાં નિમિત્ત છે. તેના ઉદયે જીવની પર્યાયમાં કિંચિત્ નુકશાન થાય છે તે પોતાના કારણે છે, પરંતુ ઉદયના કારણે નહિ. તેવી રીતે નામકર્મનો ઉદય તો જડમાં છે અને તેના નિમિત્તે જીવની સૂક્ષ્મ અરૂપી-નિર્લેપ દશા પ્રગટ હોવી જોઈએ તે થતી નથી તે જીવની પોતાની યોગ્યતાથી છે કેમકે તે કાળે ઉદયનું અનુસરણ હોય છે. ગોત્રકર્મ સંબંધી પણ આમ સમજી લેવું. આમ આઠેય કર્મનો ઉદય તો જડમાં છે અને ભાવક કર્મને અનુસરીને થવા યોગ્ય જે ભાવ્ય તે આત્માની દશા પોતાથી છે, કર્મના કારણે નહિ. જ્ઞાની તે ઉદયને અવગણીને, તેનું લક્ષ છોડીને નિષ્કર્મ નિજ જ્ઞાયકભાવને અનુસરતાં તે તે ભાવ્યદશા પ્રગટ થતી નથી તે કર્મને જીતવું થયું કહેવાય છે.
ઘાતકર્મને કારણે આત્મામાં ઘાત થાય છે એમ નથી. પરંતુ દ્રવ્યઘાતકર્મના ઉદયકાળ પર્યાયમાં તે જાતની હીણી દશારૂપે પરિણમવાની એટલે ભાવઘાતીરૂપે થવાની પોતાની લાયકાત છે, પરંતુ કર્મના કારણે તે લાયકાત નથી. કર્મના કારણે કર્મમાં પર્યાય થાય છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩ર ]
[ ૧૪૧
આત્મામાં નહિ. અહાહા ! પરને કારણે બીજામાં કાંઈ થાય એવું જૈનધર્મમાં છે જ નહિ. ગુણોની પર્યાય થાય છે તેમાં પોતે જ કારણ છે, કારણ કે પોતે જ કર્મનું અનુસરણ કરે છે. પોતે જેટલે દરજ્જ (અંશે) નિમિત્તનું અનુસરણ છોડી, સ્વભાવ જે સાક્ષાત્ વીતરાગસ્વરૂપ છે તેને અનુસરી વીતરાગ પર્યાય પ્રગટ કરે છે તેટલે અંશે ભાવ્યભાવકસંકરદોષ ટળે છે.
અહો ! આ તો વીતરાગના અલૌકિક ન્યાય છે. જેમ પંથીએ પંથીએ તેલ નાખે તેમ આચાર્યોએ વીતરાગ ભગવાનનો માર્ગ સ્પષ્ટ કર્યો છે. કુંદકુંદાચાર્યનાં શાસ્ત્રો અને અમૃતચંદ્રાચાર્યની ટીકા અગાધ છે. સંતોએ તો હૃદય ખુલ્લા કર્યા છે. જેવી રીતે દ્રવ્યકર્મ જીતાય છે તેમ નોકર્મને અનુસરીને જે વિકારી ભાવ થાય છે તેને છોડી સ્વભાવને અનુસરતાં નોકર્મનું જીતવું થાય છે. વળી મનના નિમિત્તે જે કંપની છે તેને અનુસરીને યોગપણે થવાની યોગ્યતા પોતાની છે. તે ભાવ્ય-ભાવકસંકરદોષ જેટલા અંશે સ્વભાવને અનુસરવામાં આવે તેટલા અંશે ટળી જાય છે. આ શાસ્ત્રમાં આસ્રવ અધિકારમાં ગાથા ૧૭૩ થી ૧૭૬ ના ભાવાર્થમાં પંડિત જયચંદજીએ લખ્યું છે કે - “ક્ષાયિક સમ્યગ્દષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે જ અનંતાનુબંધી કષાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી.' તેથી શ્રીમદ્ રાજચંદ્ર “સર્વગુણાંશ તે સમ્યકત્વ' અને પંડિત શ્રી ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં “જ્ઞાનાદિ ગુણો એકદેશ ચતુર્થ ગુણસ્થાન થતાં પ્રગટ થાય છે” એમ કહ્યું છે.
જેમ ઉપર મન લીધું તેમ વચન, કાય અને પાંચ ઇન્દ્રિયો પણ લેવી. ઇન્દ્રિયોને અનુસરીને જે હીણી દશા થાય છે તે ભાવ્ય છે. તે ભાવ્યને અનિન્દ્રિય સ્વભાવનો આશ્રય લઈને ટાળવું તે જીતેન્દ્રિયપણું છે.
આમ સમય સમયના પરિણામ પોતાથી સ્વતંત્રપણે છે એમ સિદ્ધ કરે છે. પરિણામ ઉગ્રરૂપ પરિણમે કે ઉગ્રરૂપ ન પરિણમે, તે પોતાના કારણે છે, એમાં નિમિત્તની જરાય ડખલ નથી. આત્માવલોકનમાં આવે છે કે જે દ્રવ્યની પર્યાય જે સમયે જે પ્રકારે થવાની છે તે પોતાના કારણે જ થાય છે અને તે નિશ્ચય છે.
આ રીતે મોહની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા અને પાંચ ઇન્દ્રિયો-એ સોળ પદ મૂકીને વર્ણન કર્યું. આ સિવાયના અસંખ્ય પ્રકારના શુભાશુભ ભાવો છે તે અને અનંત પ્રકારની અંશોની હીનતા અને ઉગ્રતા થાય છે તે પણ વિચારવી.
* ગાથા : ૩ર : ભાવાર્થ ઉપરનું પ્રવચન * ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન છે. દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિય, અને ઇન્દ્રિય-વિષયો એ ત્રણેય જ્ઞય છે. એ પોતાની ચીજ નથી એમ જાણવું એને સર્વજ્ઞ પરમાત્મા કેવળીની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
સ્તુતિ કહે છે. જે પોતાની ચીજ હોય તે દૂર ન થાય, અને જે દૂર થાય એ પોતાની ચીજ કમ હોય? જેને કેવળીની સ્તુતિ કરવી હોય તેણે આનંદ અને સર્વજ્ઞસ્વભાવથી પરિપૂર્ણ ભગવાન આત્મા સાથે રાગ અને નિમિત્તથી ભિન્ન પડી, એક્તાની નિર્વિકલ્પ ભાવના કરવી. આવી એક નિશ્ચય સ્તુતિની વાત ૩૧ મી ગાથામાં આવી ગઈ.
હવે આ ગાથામાં એમ કહ્યું કે-રાગ અને નિમિત્તથી ભિન્ન પડીને, ભગવાન આત્મા જે શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ છે તેની સન્મુખ થવાથી જેને પર્યાયમાં શુદ્ધતા પ્રગટી છે (શય-જ્ઞાયક સંકરદોષ દૂર થયો છે કે તે જ્ઞાનીને હજુ (મોહ) કર્મનું નિમિત્તપણું છે, અને તેના તરફના વલણવાળી વિકારી ભાવ્ય દશા થાય છે. હવે એ જ્ઞાની નિમિત્તનું લક્ષ છોડીને અંદર નિજ જ્ઞાયકભાવનો ઉગ્ર આશ્રય લઈને તે ભાવ્ય મોહ-રાગાદિને જીતે છે અર્થાત્ મોહનો ઉપશમ કરે છે. તેથી તેને ભાવ્યભાવકસંકરદોષ થતો હતો તે ટળે છે, અને આત્માની સ્તુતિ થાય છે અર્થાત્ આત્માના ગુણની વૃદ્ધિ થાય છે.
જડકર્મ જે મોહ તેના અનુસાર પ્રવૃત્તિથી આત્મા ભાવ્યરૂપે થતો હતો તેને ભેદજ્ઞાનના બળથી જુદો અનુભવ્યો તે જિતમોહ જિન થયો. ઉપશમ શ્રેણી ચઢતાં મોહના ઉદયનો અનુભવ ન રહે, પણ પોતાના બળથી ઉપશમાદિ કરી આત્માને અનુભવે તે જિતમોહ છે. ઉપશમાદિ કેમ કહ્યું? ઉપશમશ્રેણીમાં જ્ઞાન, દર્શન અને વીર્યનો ક્ષયોપશમભાવ હોય છે અને જેમ પાણીમાં મેલ હોય તે ઠરીને નીચે બેસી જાય તેમ વિકાર (ચારિત્ર મોહ) ઉપશમશ્રેણીમાં દબાઈ જાય છે, પણ તેનો ક્ષય થતો નથી તેથી તેને ઉપશમ કહે છે.
' ઉપશમ એક મોહકર્મનો હોય છે ત્યારે ક્ષયોપશમ, ઉદય, ક્ષય ચારેય ઘાતકર્મનો હોય છે. ક્ષયોપશમભાવ ૧ થી ૧૨ ગુણસ્થાન સુધી, ક્ષાયિકભાવ ૪ થી ૧૪ ગુણસ્થાન સુધી અને ઉદયભાવ ૧ થી ૧૪ ગુણસ્થાન સુધી હોય છે. પરિણામિકભાવ તો સદાય સર્વ જીવોને હોય છે.
[ પ્રવચન નં ૭૨-૭૩-૭૪
*
દિનાંક ૧૦-૨-૭૬ થી ૧૨-૨-૭૬ ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૩
अथ भाव्यभावकभावाभावेनजिदमोहस्स दु जइया खीणो मोहो हवेज्ज साहुस्स। तइया हु खीणमोहो भण्णदि सो णिच्छयविहिं।। ३३ ।।
जितमोहस्य तु यदा क्षीणो मोहो भवेत्साधोः। तदा खलु क्षीणमोहो भण्यते स निश्चयविद्भिः।। ३३ ।।
હવે, ભાવ્યભાવક ભાવના અભાવથી નિશ્ચયસ્તુતિ કહે છે:
જિતમો સાધુતણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે, નિશ્ચયવિદોથકી તેહને ક્ષીણ મોટું નામ કથાય છે. ૩૩.
ગાથાર્થ- [fબતમોદરચ તુ સાથો] જેણે મોહને જીત્યો છે એવા સાધુને [1] જ્યારે [ક્ષીખ: મોદ:] મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ [ ભવેત્ ] થાય [ તવા] ત્યારે [ નિશ્ચયવિ]િ નિશ્ચયના જાણનારા [7] નિશ્ચયથી [સ:] તે સાધુને [ક્ષીનમોદ:] “ક્ષીણમોહ' એવા નામથી [ મળ્યતે] કહે છે.
ટીકાઃ- આ નિશ્ચયસ્તુતિમાં પૂર્વોક્ત વિધાનથી આત્મામાંથી મોહનો તિરસ્કાર કરી, જેવો (પૂર્વ) કહ્યો તેવા જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક આત્માનો અનુભવ કરવાથી જે જિતમોહ થયો, તેને જ્યારે પોતાના સ્વભાવભાવની ભાવનાનું સારી રીતે અવલંબન કરવાથી મોહની સંતતિનો અત્યંત વિનાશ એવો થાય કે ફરી તેનો ઉદય ન થાય-એમ ભાવકરૂપ મોહ ક્ષીણ થાય, ત્યારે (ભાવક મોહનો ક્ષય થવાથી આત્માના વિભાવરૂપ ભાવ્યભાવનો પણ અભાવ થાય છે અને એ રીતે) ભાવ્યભાવક ભાવનો અભાવ થવાને લીધે એકપણું થવાથી ટંકોત્કીર્ણ (નિશ્ચલ) પરમાત્માને પ્રાપ્ત થયેલો તે “ક્ષીણમોહ જિન” કહેવાય છે. આ ત્રીજી નિશ્ચયસ્તુતિ છે.
અહીં પણ પૂર્વે કહ્યું હતું તેમ “મોહ' પદને બદલી રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ધાણ, રસન, સ્પર્શન-એ પદો મૂકી સોળ સુત્રો (ભણવાં અને) વ્યાખ્યાન કરવા અને આ પ્રકારના ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
१४४ ]
[ अवयन रत्न। २. (भाग-२
(शार्दूलविक्रीडित) एकत्वं व्यवहारतो न तु पुनः कायात्मनोनिश्चयानुः स्तोत्र व्यवहारतोऽस्ति वपुषः स्तुत्या न तत्तत्त्वतः। स्तोत्रं निश्चयतश्चितो भवति चित्स्तुत्यैव सैवं भवेन्नातस्तीर्थकरस्तवोत्तरबलादेकत्वमात्माङ्गयोः।। २७।।
( मालिनी) इति परिचिततत्त्वैरात्मकायैकतायां नयविभजनयुक्त्यात्यन्तमुच्छादितायाम्। अवतरति न बोधो बोधमेवाद्य कस्य स्वरसरभसकृष्टः प्रस्फुटन्नेक एव।। २८ ।।
ભાવાર્થ- સાધુ પહેલાં પોતાના બળથી ઉપશમ ભાવ વડે મોહને જીતી, પછી જ્યારે પોતાના મા સામર્થ્યથી મોહનો સત્તામાંથી નાશ કરી જ્ઞાનસ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય ત્યારે તે ક્ષીણમોહ જિન કહેવાય છે.
હવે અહીં આ નિશ્ચય-વ્યવહારરૂપ સ્તુતિના અર્થનું કાશરૂપ કાવ્ય કહે છે:
श्लोार्थ:- [कायात्मनोः व्यवहारतः एकत्वं] शरीरने मने मामाने ८य१६२ नयथा मेऽ५j छ [ तु पुनः ] ५९॥ [ निश्चयात् न ] निश्चयनयथा मे५ नथी; [वपुषः स्तुत्या नुः स्तोत्रं व्यवहारतः अस्ति ] भाटे शरी२०॥ स्तवनथी. मामापुरुषर्नु स्तवन व्यवहा२नयथा थयुं ठेवाय छ, भने [ तत्त्वतः तत् न] निश्चयनयथा नडि; [ निश्चयत: ] निश्चयथी तो [ चित्स्तुत्या एव] यैतन्यन॥ स्तवनथी ४ [ चितः स्तोत्रं भवति] यैतन्यनुं स्तवन थाय छे. [ सा एवं भवेत् ] ते चैतन्यनुं स्तवन सही हिन्द्रिय, तिमोह, मोह-मेम (५२) युं तम. छ. [अतः तीर्थकरस्तवोत्तरबलात् ] मानी तीर्थ २॥ स्तवननो ४ प्रश्न यो हतो तेनो माम नयविभागथी उत्तरधो; ते उत्तर न॥ पणथी सेम सिद्ध थयु [ आत्म-अङ्गयोः एकत्वं न] सामाने भने शरीरने मेऽ५ निश्चयथा नथी. २७.
હવે વળી, આ અર્થને જાણવાથી ભેદજ્ઞાનની સિદ્ધિ થાય છે એવા અર્થવાળું કાવ્ય हे छ:
__श्योsर्थ:- [ परिचित-तत्त्वैः ] ४म वस्तुन॥ यथार्थ स्५३५ने परिय५३५ ऽर्यु छ मेवा मुनिमोझे [ आत्म-काय-एकतायां यारे मामा भने शरी२॥ ५९॥ने [इति नय-विभजन-युक्त्या ] भाम. नयन। विमानी युति 43 [अत्यन्तम् उच्छादितायाम् ] ४ऽभूगथी. उ.31 न।ज्युं छे-अत्यंत निषेध्यु छे, त्यारे [कस्य ] ध्या पुरुषने [ बोध: ] शान
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૩ ]
| [ ૧૪૫
[ ગદ્ય q] તત્કાળ [વોઘં] યથાર્થપણાને [ ન અવતરતિ] ન પામે ? અવશ્ય પામે જ. કેવું થઈને? [સ્વ-રસ–રમ–$: પ્રટન : 94] પોતાના નિજરસના વેગથી ખેંચાઈ પ્રગટ થતું એકસ્વરૂપ થઈને.
ભાવાર્થ:- નિશ્ચય-વ્યવહારનયના વિભાગ વડે આત્માનો અને પરનો અત્યંત ભેદ બતાવ્યો છે, તેને જાણીને, એવો કોણ પુરુષ છે કે જેને ભેદજ્ઞાન ન થાય? થાય જ; કારણ કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે અવશ્ય તે જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન જ જણાવે છે. અહીં કોઈ દીર્થસંસારી જ હોય તો તેની કાંઈ વાત નથી. ૨૮.
આ પ્રમાણે, અપ્રતિબુદ્ધ જે એમ કહ્યું હતું કે “અમારો તો એ નિશ્ચય છે કે દેહ છે તે જ આત્મા છે”, તેનું નિરાકરણ કર્યું.
આ રીતે આ અજ્ઞાની જીવ અનાદિ મોહના સંતાનથી નિરૂપણ કરવામાં આવેલું જે આત્મા ને શરીરનું એકપણે તેના સંસ્કારપણાથી અત્યંત અપ્રતિબદ્ધ હતો તે હવે તત્ત્વજ્ઞાનસ્વરૂપ જ્યોતિનો પ્રગટ ઉદય થવાથી અને નેત્રના વિકારીની માફક (જેમ કોઇ પુરુષનાં નેત્રમાં વિકાર હતો ત્યારે વર્ણાદિક અન્યથા દેખાતાં હતાં અને જ્યારે વિકાર મટયો ત્યારે જેવાં હતાં તેવાં જ દેખવા લાગ્યો તેમ) પડળ સમાન આવરણકર્મ સારી રીતે ઊઘડી જવાથી પ્રતિબદ્ધ થયો અને સાક્ષાત્ દ્રષ્ટા (દેખનાર) એવા પોતાને પોતાથી જ જાણી, શ્રદ્ધાન કરી, તેનું જ આચરણ કરવાનો ઇચ્છક થયો થકો પૂછે છે કે “આ સ્વાત્મારામને અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન (ત્યાગવું) તે શું છે?'
ગાથા ૩૧ માં યજ્ઞાયકસંકરદોષને જીતવાની વાત હતી, ગાથા ૩ર માં ભાવ્યભાવક-સંકરદોષ દૂર કરવાની (ઉપશમની) વાત કરી. હવે આ ૩૩ મી ગાથામાં ભાવ્યભાવકસબંધના અભાવની-ક્ષયની વાત કરે છે. વિકારરૂપ થવાની જે યોગ્યતા છે તે ભાવ્ય છે અને નિમિત્ત કર્મ તે ભાવક છે. તે બન્ને વચ્ચે જે ભાવ્ય-ભાવકસંબંધ છે તેના અભાવથી થતી નિશ્ચય-સ્તુતિને અહીં કહે છે. ગાથા ૩ર માં ભાવ્યભાવક-સંબંધનો અભાવ નહિ પણ ઉપશમ કર્યો હતો, દાળ્યો હતો એની વાત હતી. એ જ સંબંધનો જે અભાવ એટલે ક્ષય કરે છે એની વાત આ ગાથામાં છે.
* ગાથા ૩૩ ટીકા ઉપરનું પ્રવચન * નિશ્ચયસ્તુતિ એટલે સ્વભાવના ગુણની શુદ્ધિની વિકાસદશા. પૂર્વે ૩ર મી ગાથામાં કહ્યું હતું તે પ્રમાણે જેણે જ્ઞાનસ્વભાવ વડ અન્યદ્રવ્યથી અધિક એવા આત્માનો અનુભવ કરી, મોહનો તિરસ્કાર કર્યો છે અર્થાત મોહનો ઉપશમ કર્યો છે તે જીવ હવે ક્ષાયિકભાવ દ્વારા મોહનો નાશ-ક્ષય કરે છે. ઉપશમશ્રેણીમાં ૧૧ માં ગુણસ્થાને ક્ષાયિકભાવ થતો નથી તેથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨ મુનિ ત્યાંથી પાછા હઠે છે અને પછી ઉગ્ર પુરુષાર્થ કરી મોહાદિનો ક્ષય કરે છે. ઉપશમશ્રેણીમાં પુરુષાર્થ મંદ હોય છે, જ્યારે ક્ષપકશ્રેણીમાં તે ઉગ્ર હોય છે.
આ સ્તુતિ છે તે સાધકભાવ છે, અને તે બારમા ગુણસ્થાન સુધી જ હોય છે. ૧૩ મા ગુણસ્થાને સ્તુતિ ન હોય, કારણ કે ૧૩ મું ગુણસ્થાન-કેવળજ્ઞાન તો સ્તુતિનું ફળ છે. પૂર્વે કહ્યું તેમ ઇન્દ્રિયોને જીતીને જેણે અતીન્દ્રિય એવા આત્માનું જ્ઞાન અને ભાન કર્યું છે તે જીવ ત્યાર પછી કર્મના નિમિત્તને અનુસરીને જે ભાવ્ય થાય છે તેનો ઉપશમ કરે છે. ત્યારે તે જિતમોહ થાય છે. તે જ આત્માના હવે પોતાના સ્વભાવભાવનું ઉગ્ર અવલંબન કરે છે. જે ભાવનાથી (એકાગ્રતાથી) કર્મનું ઉપશમપણું થતું હતું તેમાં પુરુષાર્થ મંદ હતો. પરંતુ હવે તે જ્ઞાયક આત્માના અતિ ઉગ્ર આશ્રય વડે પુરુષાર્થને ઉગ્ર બનાવે છે તેથી કર્મનો ક્ષય થાય છે. ઉગ્ર પુરુષાર્થથી મોહની સંતતિનો અત્યંત નાશ થઈ જાય છે. પુરુષાર્થ વડે મોહનો ક્ષય થાય છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. કર્મનો જે ક્ષય થાય છે એ તો એની પોતાની યોગ્યતાથી થાય છે. સ્વભાવ તરફના ઉગ્ર પુરુષાર્થના સમયે કર્મમાં ક્ષય થવાની યોગ્યતા હોય છે તે એની પોતાથી છે. સ્વભાવસમ્મુખતાના અતિ ઉગ્ર પુરુષાર્થથી જ્યારે કેવળજ્ઞાન પ્રગટે છે ત્યારે ચાર ઘાતકર્મોનો ક્ષય થાય છે એમ (નિમિત્તથી) કહેવાય છે. ખરી રીતે તો તે કર્મો નાશ થવાની યોગ્યતાવાળાં હતાં તેથી ક્ષયપણાને પામે છે. તે કાળે કર્મની પર્યાય અકર્મરૂપે થવા યોગ્ય હોય છે તેથી થાય છે. આમ સ્વભાવના ઉગ્ર પુરુષાર્થથી જે પર્યાયમાં ઉપશમભાવનો મંદ પુરુષાર્થ હતો તેને ટાળી નાખ્યો એ ત્રીજા પ્રકારની સ્તુતિ છે.
પરિપૂર્ણ ભગવાન આત્માનો અનુભવ કરી જે જિતમોહ થયો છે તેણે રાગને દબાવ્યો છે, રાગનો ઉપશમ કર્યો છે પણ અભાવ કર્યો નથી, કેમકે તેને સ્વભાવનું ઉગ્ર અવલંબન નથી. હવે જો તે નિજ જ્ઞાયકભાવનું અતિ ઉગ્ર અવલંબન લે તો મોહની સંતતિના પ્રવાહનો એવો અત્યંત વિનાશ થાય કે ફરીને મોહનો ઉદય ન થાય. આવી રીતે જ્યારે ભાવકરૂપ મોહનો ક્ષય થાય છે ત્યારે વિભાવરૂપ ભાવ્યનો પણ આત્મામાંથી અભાવ થાય છે. જે ભાવક મોહ છે તેના તરફનું વલણ છૂટતાં અને ઉગ્ર પુરુષાર્થ વડે સ્વભાવનું અવલંબન લેતાં ભાવક મોહ અને ભાવ્ય મોહ બન્નેનો અભાવ થાય છે. તેથી ક્ષીણમોહ ગુણસ્થાનમાં પરમાત્મપણાને પ્રાપ્ત થાય છે. આ ત્રીજા પ્રકારની સ્તુતિ છે.
૧૨ મા ગુણસ્થાનમાં ભાવ્યભાવક ભાવનો અભાવ થવાથી એકપણું થવાથી ટંકોત્કીર્ણ પરમાત્મપણાને પ્રાપ્ત થયેલો તે ક્ષીણમોહ જિન થયો છે. ત્રણ પ્રકારે જિન કહ્યા છે. પ્રથમ જિતેન્દ્રિય જિન, બીજો ઉપશમ અપેક્ષાએ જિતમોહ જિન અને ત્રીજો ક્ષાયિકરૂપ ક્ષીણમોહ જિન. સમ્યગ્દર્શન થતાં જિતેન્દ્રિય જિન થાય છે. ઉપશમ શ્રેણી થતાં જિતમોહ જિન થાય છે અને અતિ ઉગ્ર પુરુષાર્થ દ્વારા પૂર્ણ વીતરાગસ્વરૂપ પ્રગટ થતાં ક્ષાયિક જિન-ક્ષણમોહ જિન થાય છે. બીજા પ્રકારની સ્તુતિમાં ઉપશમ શ્રેણીની વાત છે, ઉપશમ સમક્તિની વાત નથી. તેવી રીતે ત્રીજા પ્રકારની સ્તુતિમાં કેવળજ્ઞાનની વાત નથી, પરંતુ ૧૨ માં ક્ષીણમોહ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૩ ]
[ ૧૪૭
ગુણસ્થાનની વાત છે, કેમકે કેવળજ્ઞાન તો સ્તુતિનું ફળ છે. ક્ષીણમોહ જિન થતાં જે પૂર્ણ વીતરાગતા થઈ તે ત્રીજા પ્રકારની ઉત્કૃષ્ટ સ્તુતિ છે. ઉપશમ સ્તુતિમાં (ગાથા ૩૨ માં) જે સોળ બોલ હતા તે અહીયાં પણ લઈ લેવા. ભાઈ! આ તો ભગવાન જિનેન્દ્રદેવનો માર્ગ અતિ સૂક્ષ્મ છે. અનંતકાળમાં જે સમજ્યો નથી એવો આ માર્ગ અહીં બતાવ્યો છે.
* ગાથા ૩૩ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
સર્વજ્ઞ ૫૨માત્માની નિશ્ચયસ્તુતિ કોને કહેવાય એ પ્રશ્ન હતો. તેનો ઉત્તર આપ્યો કે-આ ભગવાન આત્મા જ્ઞાન અને આનંદસ્વરૂપી વસ્તુ છે. તેની દષ્ટિ કરી તેની એક્તા કરવી એ કેવળીની પહેલા પ્રકારની સ્તુતિ છે. ભગવાનની ભક્તિ, પૂજા, જાત્રા કરવાનો જે ભાવ છે તે શુભભાવ હોવાથી પુણ્યબંધનું કારણ છે. તેથી તે ભાવ વાસ્તવિક ધર્મ નથી અને તેથી તે ભાવ વાસ્તવિક સ્તુતિ પણ નથી. અને વાસ્તવિક જિન શાસન પણ નથી.
શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પૂર્ણ પવિત્ર આનંદધામ ભગવાન આત્મા છે. તેની સન્મુખ થઈને અને નિમિત્ત, રાગ અને એક સમયની પર્યાયથી વિમુખ થઈને અંદર એકાગ્ર થતાં પર્યાયબુદ્ધિ છૂટવાથી પહેલા પ્રકારની સ્તુતિ થાય છે. રાગથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ થતાં સમ્યગ્દર્શન થાય છે તે પહેલી સ્તુતિ છે. છતાં એ સમ્યગ્દષ્ટિને કર્મના ઉદય તરફના ઝુકાવથી પોતામાં પોતાને કા૨ણે ભાવક કર્મના નિમિત્તે વિકારી ભાવ્ય થાય છે. આ ભાવ્યભાવકસંકરદોષ છે. હવે કર્મના ઉદયનું લક્ષ છોડી વસ્તુ અખંડ એક ચૈતન્યઘન પ્રભુ છે તેની સન્મુખ થઈ તેમાં જોડાણ કરતાં ઉપશમભાવ દ્વારા જ્ઞાની તે મોહને જીતે છે તે બીજા પ્રકારની સ્તુતિ છે.
પ્રથમ સ્તુતિમાં સમ્યગ્દર્શન સહિત આનંદનો અનુભવ છે. બીજી સ્તુતિમાં ભાવક મોહકર્મના ઉદયના નિમિત્તે જે વિકારી ભાવ્ય થતું હતું તે સ્વભાવના આશ્રયે દબાવી દઈ ઉપશમભાવ પ્રગટ કર્યો. આ પ્રકારની સ્તુતિમાં સ્વભાવસન્મુખતાનો પુરુષાર્થ તો છે, પણ તે મંદ છે. હવે ત્રીજી સ્તુતિમાં પ્રબળ પુરુષાર્થથી અંદર એકાગ્ર થતાં રાગનો નાશ થાય છે. બીજી સ્તુતિમાં જે ઉપશમશ્રેણી હતી તેનાથી પાછા હઠીને ક્ષપકશ્રેણીમાં જતાં રાગાદિનો ક્ષય થાય છે. ઉપશમ શ્રેણીમાં રાગાદિનો ક્ષય થતો નથી. તેથી પાછા હઠીને ૭ મા ગુણસ્થાને આવીને પછી ઉગ્ર પુરુષાર્થ વડે ક્ષપકશ્રેણી માંડતાં રાગાદિનો અભાવ થાય છે.
અહાહા! અનાદિથી પોતાનું સ્વરૂપ અખંડ આનંદકંદ પ્રભુ ભગવાનસ્વરૂપ જ છે. આત્મા સ્વયં પરમાત્મસ્વરૂપ, જિનસ્વરૂપ, વીતરાગસ્વરૂપ જ છે. અને જે વિકલ્પ ઊઠે છે એ તો અન્ય સ્વરૂપ કર્મ છે. એક્લો અકષાયસ્વભાવી આનંદકંદ આત્મા છે. તેની દૃષ્ટિ કરી અનુભવ કરવો તે પ્રથમ પ્રકારની આત્માની સ્તુતિ છે. ત્યારપછી રાગના ઉદયમાં પોતાના પુરુષાર્થની કમજોરીથી જોડાણ થતું હતું તે જોડાણ, પોતાના સ્વરૂપ તરફના પુરુષાર્થથી ન
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮ ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૨
કરતાં રાગને દાળ્યો, રાગનો ઉપશમ કર્યો. આ ઉપશમશ્રેણી છે. એ બીજા પ્રકારની સ્તુતિ છે. આ ઉપશમશ્રેણી ૮ માં ગુણસ્થાને શરૂ થાય છે. પછી ૧૧ મા ગુણસ્થાને ઉપશમભાવ થાય છે, પણ ત્યાં ક્ષાયિકભાવ થતો નથી. તેથી ત્યાંથી પાછા હઠીને સાતમા ગુણસ્થાને આવીને ફરી પુરુષાર્થની અતિ ઉગ્રતાથી રાગનો નાશ કરવામાં આવે છે તે ત્રીજી સ્તુતિ છે. રાગ ઉપશમ પામે કે ક્ષય પામે કામ તો પુરુષાર્થનું જ છે.
મુનિએ પહેલાં પોતાના બળથી બીજી સ્તુતિરૂપ ઉપશમભાવ વડે મોહને જીત્યો હતો, પરંતુ નાશ કર્યો ન હતો. તે ફરીને પોતાના મહા સામર્થ્યથી અર્થાત અપ્રતિહતસ્વરૂપ વસ્તુ છે તેના તરફના અપ્રતિહત પુરુષાર્થથી મોહનો નાશ કર્યો. આ પણ ઉપદેશનું કથન છે. બાકી તો ઉગ્ર પુરુષાર્થને કાળે મોહ પોતાના કારણે નાશ પામે છે. પરંતુ ભાષામાં તો એમ જ આવે કે મોહનો પુરુષાર્થથી નાશ કર્યો.
આ આત્મા પરમાત્મા છે. તે એક સમયની પર્યાય વિનાની પરિપૂર્ણ વીતરાગ સર્વજ્ઞસ્વભાવી પરમભાવસ્વરૂપ વસ્તુ છે. તેમાં ઉગ્ર અપ્રતિહત પુરુષાર્થ દ્વારા સ્થિર થઈ મુનિરાજ મોહનો અત્યંત નાશ કરે છે અને ત્યારે જ્ઞાનસ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય છે. (તેને ક્ષીણમોહ જિન કહે છે.) બારમા ગુણસ્થાનને પ્રાસ પૂર્ણ વીતરાગ ક્ષીણમોહ જિન છે. તે ત્રીજા પ્રકારની ઉત્કૃષ્ટ સ્તુતિ છે. આ ઉત્કૃષ્ટ સ્તુતિનું ફળ ૧૩ મું ગુણસ્થાનકેવળજ્ઞાન છે. આમ જે કેવળજ્ઞાનસ્વભાવી પોતાનો આત્મા જ્ઞાતા-દષ્ટાસ્વરૂપ છે. તેના તરફના સંપૂર્ણ ઝુકાવ અને સત્કારથી પર્યાયમાં રાગનો અને તેના ભાવક કર્મનો સત્તામાંથી નાશ થાય છે તેને ત્રીજા પ્રકારની કેવળીની ઉત્કૃષ્ટ સ્તુતિ કહે છે. અહાહા ! પોતાની પૂર્ણ સત્તાનો જે અનાદર હતો તે છોડીને, તેનો સ્વીકાર અને સંભાળ કરવાથી રાગની અને કર્મની સત્તાનો નાશ થાય છે, અને ત્યારે તે ક્ષીણમોહ જિન થાય છે.
હવે અહીં આ નિશ્ચય-વ્યવહાર સ્તુતિના અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૨૭: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
“યાત્મનો વ્યવહારત: છત્વ' શરીરને અને આત્માને વ્યવહારનયથી એકપણું છે. અહીં શરીર કહેતાં બાહ્ય શરીર, કર્મ અને રાગ એ બધું લઈ લેવું. આત્મા અને શરીર એક ક્ષેત્રે રહેવાથી અને બન્ને વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોવાથી તેઓ એક છે એમ વ્યવહારનય કહે છે. “ન તુ પુન: નિશ્ચયાત” પરંતુ નિશ્ચયનયથી એકપણું નથી. નિશ્ચયથી તેઓ એક નથી. ચૈતન્ય ભગવાન જડ રજકણોનો પિંડ એવા શરીરથી જુદો છે. જેમ પાણીનો કળશ હોય છે તેમાં પાણી કળશથી અને કળશ પાણીથી ભિન્ન છેતેમ અંદર જ્ઞાનજળરૂપી ભગવાન આત્મા અને એનો આકાર શરીર અને તેના આકારથી ભિન્ન છે. શરીર અને આત્માને વ્યવહારથી એક કહ્યા હતા પણ નિશ્ચયથી એટલે ખરેખર તેઓ એક નથી પણ ભિન્ન છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૩ ]
| [ ૧૪૯
“વપુષ: સ્તુત્ય નુ સ્તોત્ર વ્યવદારત: અસ્તિ, ન તન તત્ત્વત:' શરીરના સ્તવનથી આત્મા-પુરુષનું સ્તવન થયું એમ વ્યવહારનયથી કહેવાય છે, પણ નિશ્ચયનયથી નહિ. અહાહા ! જુઓ, ભગવાન ત્રિલોકનાથ અરિહંતદેવ તે પર વસ્તુ છે અને તેમની સ્તુતિનો વિકલ્પ એ રાગ છે. તેથી એ સ્તુતિ આત્માની સ્તુતિ નથી કેમકે વિકલ્પ આત્માથી ભિન્ન ચીજ છે. રાગથી માંડીને બધાય એટલે કે સિદ્ધ ભગવાન અને તીર્થકરો પણ આ આત્માના સ્વરૂપથી ભિન્ન હોવાથી અનાત્મા છે. તેથી આ આત્મા (પોતે ) નહિ” એવા અનાત્માની જે સ્તુતિ કરે છે તે ચૈતન્યની સ્તુતિ કરતો નથી પણ ચૈતન્યથી ભિન્ન શરીરની સ્તુતિ કરે છે. જેમ આત્માથી ભિન્ન એવા અનાત્મસ્વરૂપ જડ શરીરની સ્તુતિથી રાગ થાય છે તેમ આત્માથી (પોતાથી) ભિન્ન એવા સમોસરણમાં બિરાજમાન સાક્ષાત્ ત્રિલોકીનાથ તીર્થંકરદેવના શરીર કે ગુણની સ્તુતિ કરવાથી પણ, પરલક્ષ હોવાથી, રાગ ઉત્પન્ન થાય છે. માટે તે આત્માની સ્તુતિ નથી.
જેમ પર પદાર્થ આ જીવ નથી એ અપેક્ષાએ અજીવ છે, તેમ નિજ દ્રવ્યરૂપ ભગવાન આત્માની અપેક્ષાએ બીજાં દ્રવ્યો અદ્રવ્ય છે. બીજાં દ્રવ્યો પોતપોતાની અપેક્ષાએ તો સ્વદ્રવ્યરૂપ છે, પણ આ જીવદ્રવ્યની અપેક્ષાએ તેઓ અદ્રવ્ય છે. તેવી રીતે આ આત્માના ક્ષેત્રની અપેક્ષાએ પરક્ષેત્ર એ અક્ષેત્ર છે, આ આત્માના સ્વકાળની અપેક્ષાએ પરકાળ અકાળ છે અને આ આત્માના સ્વભાવની અપેક્ષાએ પરસ્વભાવ તે અસ્વભાવ છે. સમયસારમાં પાછળ અનેકાન્તના પરિશિષ્ટના ૧૪ બોલમાં આ વાત આવે છે. આત્મા સ્વચતુષ્ટયથી છે અને પરચતુષ્ટયથી નથી. તેમ જ પર પોતાના સ્વચતુષ્ટયથી છે પણ આ આત્માના ચતુષ્ટયથી નથી. જ્ઞાનમાત્ર જીવવસ્તુ સ્વદ્રવ્યપણે, સ્વક્ષેત્રપણે, અકાળપણે અને સ્વસ્વભાવપણે અસ્તિ છે, પરંતુ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવપણે નાસ્તિ છે. સ્વદ્રવ્ય અનંત ગુણ અને પર્યાયોનો પિંડ છે, અસંખ્ય પ્રદેશ તેનું ક્ષેત્ર છે. એક સમયની પર્યાય તે પોતાનો સ્વકાળ છે અને પોતાના ગુણ તે સ્વભાવ છે. આવા સ્વદ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવની અપેક્ષાએ અરિહંત અને સિદ્ધ ભગવાનનો આત્મા અદ્રવ્ય, અક્ષેત્ર, અકાળ અને અસ્વભાવ છે. આ તો પરથી ભિન્નતાની (ભેદજ્ઞાનની) વાત છે. માટે અહંતાદિની સ્તુતિ એ આત્માની સ્તુતિ નથી
કળશટીકામાં કળશ ર૫ર માં ઉપર કહી એથી પણ વિશેષ સૂક્ષ્મ વાત કરી છે. ત્યાં કહે છે કે સ્વદ્રવ્ય એટલે અખંડ નિર્વિકલ્પ અભેદ એકાકાર વસ્તુ અને પરદ્રવ્ય એટલે સ્વદ્રવ્યમાં “આ ગુણ અને આ ગુણી’ એવો ભેદવિકલ્પ કરવો તે. સ્વક્ષેત્ર એટલે અસંખ્ય પ્રદેશી એકરૂપ આકાર અને અસંખ્ય પ્રદેશ એમ તેમાં ભેદ કરવો તે પરક્ષેત્ર છે. પૂર્ણાનંદનો નાથ ત્રિકાળી વસ્તુ તે સ્વકાળ છે અને એક સમયની જે પર્યાય છે તે પરકાળ છે. સ્વભાવ એટલે દ્રવ્યની સહજ શક્તિ અને એકરૂપ વસ્તુમાં આ જ્ઞાન, આ દર્શન એમ ભેદ કરવા તે પરભાવ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
અહાહા ! વસ્તુ બહુ સૂક્ષ્મ છે, ભાઈ. જ્યાં “હું આ દ્રવ્ય અને આ પર્યાય' તેવો ભેદ પણ પરદ્રવ્ય છે ત્યાં પુણ્ય-પાપના ભાવોનું શું કહેવું? એ તો પરદ્રવ્ય છે જ. અભેદ સ્વભાવમાં ગુણ-ભેદની કલ્પના કરવી એ પરભાવ છે. અહો ! દિગંબર સંતોની વીતરાગમાર્ગની વાત અલૌકિક છે. આવી વસ્તુના સ્વરૂપની વાત બીજે ક્યાંય નથી.
નિયમસારની ૫૦ મી ગાથામાં પણ આવે છે કે -સ્વરૂપના આશ્રયે પ્રગટેલી એક સમયની નિર્મળ વીતરાગી સંવર, નિર્જરા અને કેવળજ્ઞાનની પર્યાય પણ પરદ્રવ્ય, પરભાવ છે અને તેથી હેય છે. પોતાનો ત્રિકાળી સ્વભાવ સ્વદ્રવ્ય છે અને એક સમયની પર્યાય ત્રિકાળીમાં નથી, ત્રિકાળરૂપ નથી માટે પરદ્રવ્ય છે. મૂળ ગાથામાં “પરબ્ધ વરસાવનિરિ દે” એટલે “પૂવોક્ત સર્વ ભાવો પરસ્વભાવો છે, પરદ્રવ્ય છે, તેથી હેય છે” એમ કહ્યું છે. તથા ટીકામાં એમ લીધું છે કે પરંતુ શુદ્ધ નિશ્ચયનયના બળે (શુદ્ધ નિશ્ચયનય) તેઓ હેય છે. શા કારણથી? કારણ કે તેઓ પરસ્વભાવો છે, અને તેથી જ પરદ્રવ્ય છે. સર્વ વિભાવગુણપર્યાયોથી રહિત શુદ્ધ અંતઃતત્ત્વસ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે.' અહાહા ! તે ચાર-જ્ઞાન-મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યયજ્ઞાન તે પણ વિભાવગુણપર્યાયો છે. ત્રિકાળી જ્ઞાયક-સ્વભાવ તે સ્વદ્રવ્ય છે અને તે એક જ ઉપાદેય છે. અહીં પર્યાયબુદ્ધિ છોડાવીને દ્રવ્યબુદ્ધિ કરાવવાનું પ્રયોજન છે. જેમ પરદ્રવ્યમાંથી નિર્મળ પર્યાય ઉત્પન્ન થતી નથી તેમ એક નિર્મળ પર્યાયમાંથી બીજી નવી નિર્મળ પર્યાય આવતી નથી. ચાહે તો મોક્ષમાર્ગની પર્યાય પ્રગટ હો, તોપણ તેને દષ્ટિમાંથી છોડવા જેવી છે, કેમ કે ત્રિકાળી એક અખંડ આનંદકંદ જ્ઞાયક વસ્તુ તે સ્વદ્રવ્ય ઉપાદેય છે અને એક સમયની નિર્મળ મોક્ષમાર્ગની પર્યાય તે પરદ્રવ્ય છે, તેથી હેય છે.
અહીં એમ કહે છે કે આત્માને અને શરીરને એકત્રાવગાહ સંબંધ હોવાથી શરીરની સ્તુતિથી કેવળીની સ્તુતિ થઈ એમ વ્યવહારથી કહેવામાં આવે છે, પરંતુ નિશ્ચયનયથી એ સાચી સ્તુતિ નથી કેમકે નિશ્ચયનયથી આત્મા અને શરીર એક નથી. શરીરનું સ્તવન કહો કે આ નિજ ભગવાન આત્મા સિવાય અન્ય આત્માનું-કેવળીનું સ્તવન કહો એ વ્યવહારથી સ્તવન છે. નિશ્ચયથી કેવળીના ગુણની સ્તુતિ તે સાચી સ્તુતિ નથી, એ તો રાગ છે.
“નિયત: વિસ્તુત્યા પૂર્વ વિત: સ્તોત્ર ભવતિ' નિશ્ચયથી તો ચૈતન્યના સ્તવનથી જ ચૈતન્યનું સ્તવન થાય છે. અહાહા! અખંડ એક ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસ્વરૂપ જ્ઞાયકભાવનો સત્કાર કરવો એટલે તેની સન્મુખ થઈ તેમાં એકાગ્ર થવું અને નિર્મળ પર્યાય પ્રગટ કરવી એનું નામ સાચી સ્તુતિ છે. આ જ સ્તુતિ ભવના અભાવનું કારણ છે, બીજી કોઈ સ્તુતિ-ભક્તિ ભવના અભાવનું કારણ નથી. કોઈ એમ કહે કે સમ્મદશિખરજીનાં જે દર્શન કરે તેને ૪૯ ભવે મુક્તિ થાય. અરે ભાઈ ! આ વીતરાગમાર્ગની વાત નથી. અમેદશિખર તો શું? ત્રણલોકના નાથ ભગવાન અરિહંતદેવનાં સાક્ષાત્ દર્શન કરે તોપણ ભવનો અભાવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૩ ]
[ ૧૫૧
ન થાય. અંદર ચિદાનંદ ભગવાન ત્રણલોકનો નાથ ત્રિકાળ બિરાજે છે એનાં દર્શન ભવના અભાવનું કારણ છે. આ આત્મા સિવાય શરીરથી માંડી અન્ય સર્વ પોતાની અપેક્ષાએ અનાત્મા છે. તેની સ્તુતિ કરવી તે નિશ્ચયસ્તુતિ નથી. પૂર્ણ ચૈતન્યસ્વભાવમાં એકાગ્રતારૂપ સ્તવનથી ચૈતન્યનું સાચું સ્તવન થાય છે. આ સિવાય પર ભગવાનની સ્તુતિ કે એક સમયની પર્યાય જે પરદ્રવ્ય છે તેની સ્તુતિ (એકાગ્રતા) તે ચૈતન્યની સ્તુતિ નથી.
અહાહા ! ચૈતન્યબિંબ, વીતરાગમૂર્તિ ભગવાન આત્માની સ્તુતિથી કેવળીના ગુણની નિશ્ચયસ્તુતિ વા સ્વચૈતન્યનું સ્તવન થાય છે. “સા વે' આ ચૈતન્યનું સ્તવન તે જિતેન્દ્રિય જિન, જિતમોહ જિન તથા ક્ષીણમોહ જિન-જે પહેલાં ત્રણ પ્રકારે કહ્યું તે છે. અહાહા ! એક સમયની પર્યાય વિનાનું જે પૂર્ણ સ્વરૂપ છે તે તત્ત્વ છે કે નહિ? સત્તા છે કે નહિ? સત્તા છે તો પૂર્ણ છે કે નહિ? જો તે પૂર્ણ છે તો અનાદિ-અનંત છે કે નહિ? વસ્તુ અનાદિ-અનંત પૂર્ણ ત્રિકાળ ધૃવસ્વરૂપે છે. તે તરફના ઝુકાવથી નિશ્ચયસ્તુતિ થાય છે. તે સિવાય વિકલ્પ દ્વારા ભગવાનની લાખ સ્તુતિ કરે તો પણ સાચી સ્તુતિ નથી.
પ્રશ્ન:- મોક્ષશાસ્ત્રની શરુઆતમાં મંગલાચરણમાં આવે છે કે –
मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम्।
ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये।। જેઓ મોક્ષમાર્ગના નેતા છે, કર્મરૂપી પર્વતોને ભેદનારા છે, વિશ્વના તત્ત્વોના જ્ઞાતા છે-એવા પરમાત્માના ગુણોની પ્રાપ્તિ માટે હું તેમને વંદું છું. આમાં ભગવાનના ગુણનું સ્તવન કરવાથી તેમના ગુણનો લાભ (આ) આત્માને થાય છે એમ આવ્યું ને? કહ્યું છે ને કે ‘વંદે તાળને વ્યયે'?
ઉત્તર:- ભાઈ ! એ તો નિમિત્તનું, વ્યવહારનું કથન છે. “સ્તુતિ કરું છું' એવો ભાવ તો વિકલ્પ છે. પરંતુ અમૃતચંદ્રાચાર્યદવે ત્રીજા કળશમાં જેમ કહ્યું છે તેમ, તે વિકલ્પના કાળે દષ્ટિ દ્રવ્ય ઉપર હોવાથી જે શુદ્ધિની પ્રાપ્તિ થાય છે તેને ઉપચારથી ભગવાનની સ્તુતિથી થઈ એમ કહેવાય છે. અમૃતચંદ્રાચાર્યદવ આ શાસ્ત્રના ત્રીજા કળશમાં કહે છે કે હું તો શુદ્ધ ચૈતન્યઘન છું. પણ મારી પર્યાયમાં હજુ કાંઈક મલિનતા છે. તે મલિનતાનો ટીકા કરવાથી જ નાશ થાઓ અને પરમ વિશુદ્ધિ પ્રગટ થાઓ. તેનો અર્થ શું? ટીકા કરવાનો ભાવ તો વિકલ્પ છે. શું વિકલ્પથી વિશુદ્ધિ પ્રગટ થઈ જાય? એનાથી શું અશુદ્ધિ નાશ પામે? પાઠ તો એવો છે-“વ્યોધ્યયા વ’ ટીકાથી જ. એનો અર્થ એમ છે કે હું જ્યારે ટીકા કરું છું ત્યારે વિકલ્પ તો છે, પરંતુ મારું જોર તો અખંડાનંદ દ્રવ્ય તરફ છે. ટીકાના કાળ દષ્ટિનું જોર દ્રવ્ય ઉપર છે તેથી તે જોરના કારણે અશુદ્ધિ નાશ થાઓ અને પરમ વિશુદ્ધિ થાઓ એમ કહેવાનો ભાવ છે.
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાનસૂર્ય છે. એવા પરિપૂર્ણ અખંડ દ્રવ્ય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર ]
ચિન રત્નાકર ભાગ-૨
સ્વભાવમાં એકાગ્રતાથી એક્તા થવી તે સાચી-નિશ્ચયસ્તુતિ છે. “અત: તીર્થસ્તોત્તરવનાત્' આમ અજ્ઞાનીએ જે તીર્થંકરના સ્તવનનો પ્રશ્ન કર્યો હતો તેનો આ પ્રમાણે ન વિભાગથી ઉત્તર આપ્યો. તે ઉત્તરના બળથી એમ સિદ્ધ થયું કે “માત્માં ગયો: વં ન ભવેત' આત્મા અને શરીરને નિશ્ચયથી એકપણું નથી. આત્મા અને અનાત્મા એક નથી. તેમ જ એક સમયની પર્યાય અને ત્રિકાળભાવ એકરૂપ નથી. અહાહા ! વસ્તુ આવી સૂક્ષ્મ અને ગંભીર છે.
હવે વળી, આ અર્થને જાણવાથી ભેદજ્ઞાનની સિદ્ધિ થાય છે એવા અર્થવાળું કાવ્ય કહે છે:
* કળશ ૨૮: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન *
શિષ્ય ગુરુ સમક્ષ શંકા પ્રગટ કરી કહ્યું કે શરીર અને આત્મા એક છે. કારણ કે જ્યારે આપ તીર્થકર ભગવાનની સ્તુતિ કરો છો ત્યારે એમ કહો છો કે-અહો ! ભગવાનનું શું સુંદર રૂપ છે! ઇન્દ્રોના મનને પણ તે જીતી લે છે. તથા એનું તેજ સૂર્યને પણ ઢાંકી દે છે. ભગવાન! આપની દિવ્યધ્વનિ તો જાણે સાક્ષાત્ અમૃત ઝરતું ન હોય! હે ગુરુદેવ! આપ જ આવી રીતે શરીરથી અને વાણીથી ભગવાનની સ્તુતિ કરો છો. તેથી અમે એમ માનીએ છીએ કે શરીરને જ આપ આત્મા માનો છો. તેનું અહીં સમાધાન કરે
“તિ પવિતતત્ત્વ:” જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપને પરિચયરૂપ કર્યું છે અર્થાત્ જ્ઞાનાનંદસ્વરૂપ જે વસ્તુ એનો પરિચય કરી જેમણે આનંદનો અનુભવ કર્યો છે. એવા મુનિઓએ “માત્મામૈતાય' આત્મા અને શરીરના એકપણાને “નવમનનયુજ્યા અન્યત્તમ ઉછાદિતાયામ' ન વિભાગની યુક્તિ વડે જડમૂળથી ઉખેડી નાખ્યું છે અત્યંત નિષેધ્યું છે. અહાહા ! શું કહે છે? વ્યવહારનયથી આત્મા અને શરીરને એકપણું કહેવામાં આવે છે પણ નિશ્ચયથી એકપણું નથી. (અત્યંત નિષેધ્યું છે)
આ શાસ્ત્રની ચોથી ગાથામાં કહ્યું છે કે ભગવાન! તે રાગ કેમ કરવો અને રાગને કેમ ભોગવવો એ વાત તો અનંતવાર સાંભળી છે, એ વાત અનંતવાર તારા પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે; પરંતુ રાગથી ભિન્ન ભગવાન આત્મા જે નિજસ્વભાવથી એકત્વ છે એની વાત કયારેય સાંભળી નથી, પરિચયમાં આવી નથી અને અનુભવમાં પણ આવી નથી. પરંતુ આ કળશમાં એમ કહે છે કે જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપનો પરિચય કર્યો છે, વારંવાર આનંદસ્વરૂપનો અનુભવ કર્યો છે મુનિઓએ “રાગનો વિકલ્પ અને ભગવાન આત્મા ત્રણકાળમાં એક નથી” એમ ભેદજ્ઞાન કરીને (એમના) એકપણાને જડમૂળથી ઉખાડી નાખ્યું છે. કળશ ટીકામાં “પરિચિતતવૈ' નો અર્થ “પ્રત્યક્ષપણે જાણ્યા છે જીવાદિ સકળ દ્રવ્યોના ગુણપર્યાયોને જેમણે એવા સર્વજ્ઞદેવ” એવો કર્યો છે. આમ કેવળીઓએ તથા જેમને સમ્યજ્ઞાન થયું છે એવા મુનિઓએ આત્મા અને શરીરાદિના એકપણાને ન વિભાગની યુક્તિ વડે ઉખેડી નાખ્યું છે. એટલે કે આત્મા અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૩ ]
[ ૧૫૩
રાગાદિથી માંડી બધુંય અત્યંત ભિન્ન છે એમ બતાવ્યું છે. અહાહા! ભગવાનનો અને મુનિઓનો આવો ઉપદેશ હોય છે એમ કહે છે.
પંચાસ્તિકાયની ૧૭૨ મી ગાથામાં વ્યવહારને સાધન અને નિશ્ચયને સાધ્ય કહ્યું છે. પરંતુ એ તો સાધનનો આરોપ આપસીને કહ્યું છે. વાસ્તવિક સાધન તો રાગથી ભિન્ન થઈ ચૈતન્યનો અનુભવ કરવો તે છે. તેની સાથે જે રાગ હોય છે તેને ઉપચારથી સાધન કહ્યું છે. પરંતુ તેથી ( રાગથી) નિશ્ચય પ્રગટ થાય છે-એમ નથી. વ્યવહારથી જેને સાધન કહ્યું છે તેનો અહીં અત્યંત નિષેધ કરાવે છે.
અહા! ભગવાને અનંત ઋદ્ધિથી ભરેલી પોતાની ચીજ પરિપૂર્ણ છે એને બતાવી છે. છતાં અજ્ઞાનીને અનાદિનું રાગ અને શરીરનું લક્ષ હોવાથી આત્માનું લક્ષ નથી. તેથી જાણે ભગવાન આત્મા છે જ નહિ એમ એને થઈ ગયું છે. એને આત્મા જાણે મરણતુલ્ય થઈ ગયો છે. ભાઈ ! દયા, દાન, વ્રતાદિના વિકલ્પથી લાભ માનતાં ચૈતન્યનું મરણ (વાત) થઈ જાય છે. રાગની એક્તામાં આત્મા જણાતો નથી, રાગ જ જણાય છે. પૂર્ણાનંદ પ્રભુ ચૈતન્યજ્યોતિ આખી પડી છે તેનો પ્રેમ છોડીને જેને શુભાશુભ રાગનો પ્રેમ છે તેને માટે આત્મા મરણ-તુલ્ય થઈ ગયો છે. રાગ મારો છે, હું રાગમાં છું અને રાગ મારું ર્તવ્ય છે એમ જે માને છે તેને વીતરાગસ્વરૂપ આત્માનો અનાદર છે. તેથી તેને આત્મા જાણે સત્ત્વ જ નથી. એમ ભ્રાંતિ રહે છે.
આ ભ્રાંતિ પરમગુરુ પરમેશ્વર ત્રિલોકીનાથ તીર્થંકરદેવનો ઉપદેશ સાંભળતાં મટે છે. સર્વજ્ઞ પરમેશ્વરનો એ ઉપદેશ છે કે :–ભગવાન! તું તો આનંદકંદ છે ને! અમને પર્યાયમાં જે પરમાત્મપદ પ્રગટ થયું છે તેવું જ પરમાત્મપદ તારી સ્વભાવ-શક્તિમાં પડયું છે. તારો આત્મા (શક્તિપણે) અમારા જેવો જ છે. અલ્પજ્ઞ પર્યાયવાળો કે રાગવાળો તે તું નથી. તું તો પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન છો આવો તીર્થકર ભગવાનનો ઉપદેશ છે. અમારી ભક્તિ કરો તો કલ્યાણ થઈ જશે એવો ભગવાનનો ઉપદેશ હોય જ નહિ.
સચ્ચિદાનંદ પ્રભુ આત્મા પૂર્ણ જ્ઞાન અને સુખથી ભરેલો ભગવાન છે. તે અલ્પજ્ઞ, રાગમય કે શરીરરૂપ નથી. છતાં પણ “હું અલ્પજ્ઞ, રાગમય છું' એમ માનતા આત્મા મરણતુલ્ય થઈ જાય છે. આમ માનનારે આખા ચૈતન્યતત્ત્વને મારી નાખ્યું છે. આવા અજ્ઞાનીને ભગવાનની વાણી સજીવન કરે છે. એટલે કે પોતે પોતાથી સજીવન થાય તો ભગવાનની વાણીએ સજીવન કર્યો એમ કહેવાય છે. એ ભગવાનની વાણીમાં એમ આવ્યું છે કે પ્રભુ! તું રજકણ અને રાગથી ભિન્ન એવો જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન છો. દયા, દાન, ભક્તિ આદિ તથા કામ, ક્રોધાદિના જે (શુભાશુભ) વિકલ્પો થાય છે તે રાગાદિ સ્વરૂપ હોવાથી તેમાં ચૈતન્યનો અંશ નથી. માટે તું એ બધાથી ભિન્ન છો. વ્યવહારથી ભલે એ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
બધા એકરૂપ કહ્યા હોય પણ ૫૨માર્થે તો તું ભિન્ન જ છે. દિવ્યધ્વનિમાં આમ નયવિભાગ આવે છે અને સંતો-મુનિઓ પણ આ જ રીતે ભિન્નતા બતાવે છે.
વ્યવહારનયને જ જાણનારા એટલે કે રાગથી ધર્મ થાય એમ માનનારા અજ્ઞાનીઓ રાગ અને આત્માને એક કહે છે, માને છે. પરંતુ સર્વજ્ઞ પરમેશ્વર તથા જેમણે રાગ અને વિકલ્પથી ભગવાન આત્માને ભિન્ન જોયો છે, જાણ્યો છે, માન્યો છે અને અનુભવ્યો છે એવા ભાવલિંગી સંતો એમ કહે છે કે-‘ભાઈ! આત્મામાં રાગનો અંશ નથી. આત્મા નિશ્ચયથી રાગથી ભિન્ન છે.' આમ નિશ્ચયનયના બળથી આત્મા અને રાગના એકપણાને જડમૂળથી ઉખેડી નાખે છે.
આવો ઉપદેશ સાંભળી પોતાના સ્વરૂપને જાણતાં, જે ચૈતન્યજ્યોત મરણતુલ્ય થઈ ગઈ હતી તે જાગ્રત થઈ ગઈ. ત્યારે ભાન થયું કે-અહો! હું તો જ્ઞાયકસ્વરૂપ જ્ઞાન અને આનંદની મૂર્તિ છું. રાગાદિ મારા સ્વરૂપમાં નથી અને તેમનાથી મને લાભ પણ નથી. મારું ટકવું મારા ચિદાનંદસ્વરૂપથી છે, નિમિત્ત કે રાગથી મારું ટકવું નથી. અહાહા! હું તો પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ શાંતિ ઇત્યાદિ અનંત અનંત પરિપૂર્ણ શક્તિઓથી ભરેલો ભગવાન છું, ઇશ્વર છું. આવી રીતે જે અનાદિનો રાગનો અનુભવ હતો તે છૂટીને ચૈતન્યજ્યોતિસ્વરૂપ ભગવાન શાયક આત્માનો અનુભવ થાય ત્યારે સમ્યગ્દર્શન થાય છે. ત્યારે આત્મા સજીવન થાય છે.
પહેલાંના સમયમાં શિયાળામાં જે ઘી આવતું તે ખૂબ ઘન આવતું. એવું ઘન આવતું કે તેમાં આંગળી તો શું, તાવેથોય પ્રવેશી શક્તો નહિ. તેમ ભગવાન આત્મા ચૈતન્ય જ્ઞાનન છે. એમાં શરીર, વાણી, મન અને કર્મ તો પ્રવેશી શક્તાં નથી, પણ શુભાશુભ વિકલ્પ પણ તેમાં પ્રવેશી શક્તા નથી. શરીરાદિ અજીવ તત્ત્વ છે અને શુભાશુભભાવ આશ્રવ તત્ત્વ છે. તે બન્ને-આસ્રવ અને અજીવ તત્ત્વથી પૂર્ણાનંદનો નાથ ભિન્ન છે. અહાહા! જીવતી-જાગતી ચૈતન્યજ્યોત અંદર પડી છે તે જ્ઞાન-દર્શનમય ચૈતન્યપ્રાણથી ત્રિકાળી ટકી રહી છે. આવા ત્રિકાળ ટક્તા તત્ત્વને ન માનતાં, દેહની ક્રિયા મારી, જડ કર્મ મારું, દયા, દાન ઇત્યાદિ વિકલ્પ મને લાભદાયક એમ માનીને અરેરે! જીવતી જ્યોતને ઓલવી નાખી છે. માન્યતામાં એના ત્રિકાળ સત્ત્વનો નકાર કર્યો છે.
આવા અજ્ઞાની જીવને સંતોએ બતાવ્યું છે કે-ભાઈ! જે સમ્યગ્દર્શનના અનુભવમાં જણાય છે તે ચૈતન્યસત્તા પરિપૂર્ણ મહાન છે. તે પરિપૂર્ણ સત્તામાં રાગનો ણ કે શરીરનો રજકણ સમાય એમ નથી. અહાહા! તે જ્ઞાયક ચૈતન્યચંદ્ર એકલો શીતળ-શીતળ-શીતળ, શાંત-શાંત-શાંત અકષાય સ્વભાવનું પૂર છે. ભાઈ! તું જ આવડો મહાન છો પોતાની અનંત રિદ્વિ-ગુણસંપદાની ખબર નથી તેથી જે પોતાની સંપત્તિ નથી એવાં શરીર, મન, વાણી, બાગ, બંગલા ઇત્યાદિને પોતાની સંપત્તિ માની બેઠો છે. અરે પ્રભુ! તું કયાં રાજી
થઈ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૩ ]
[ ૧૫૫
રહ્યો છો ? રાજી થવાનું સ્થાન તો આનંદનું ધામ એવો તારો નાથ અંદર પડ્યો છે ને! એમાં રાજી થા ને. બહારની ચીજમાં રાજી થવામાં તો તારા આનંદનો નાશ થાય છે.
આ પ્રમાણે મુનિઓએ નિશ્ચય-વ્યવહારનયનો વિભાગ કરી સ્પષ્ટ બતાવ્યું કે વ્યવહારથી એકપણું કહેવામાં આવે છે તોપણ નિશ્ચયથી ભગવાન આત્મા રાગ અને શરીરથી ભિન્ન છે. આવું જ્યારે સાંભળવામાં અને જાણવામાં આવે છે ત્યારે “વેતરતિ ન વોધ: વોલમ થવ ગદ્ય ચ” કયા પુરુષને જ્ઞાન તત્કાળ યથાર્થપણાને ન પામે? આવી રીતે જ્યારે ભેદ પાડીને વાત સમજાવી તો કોના આત્મામાં એ સાચું જ્ઞાન ન થાય? અર્થાત્ કોને સમ્યજ્ઞાન ન થાય? આચાર્ય કહે છે કે અમે ભેદ પાડીને જીવ અને રાગનાં ચોસલાં જુદાં બતાવ્યાં તો હવે કયા પુરુષને (જીવન) આત્મા તત્કાળ અનુભવમાં ન આવે? જ્ઞાનજ્યોતિ આત્મા જડથી ભિન્ન છે એમ જેણે જાણી, નિશ્ચયનયથી વ્યવહારનો નિષેધ કર્યો એવા જીવને જ્ઞાનાનંદ પ્રભુનો અનુભવ કેમ ન થાય? તત્કાળ યથાર્થ જ્ઞાન કેમ ન અવતરે? આનંદની ઉત્પત્તિ કેમ ન થાય? અવશ્ય થાય જ. આ તો રોકડિયો માર્ગ છે.
ત્રણલોકના નાથ ભગવાન અરિહંતદેવે ચૈતન્યમૂર્તિ આત્માને શરીર તથા રાગથી ભિન્ન બતાવ્યો છે. તેનો જે અનુભવ કરે છે તે ધર્મી છે. તેનો અવતાર સફળ છે. આ સિવાયની બીજી બધી વ્રત, દાન આદિ કરોડ ક્રિયાઓ કરે તે સર્વ એકડા વિનાનાં મીંડાં છે, આત્મા માટે તે લાભકારી નથી. અગિયાર અંગનું જ્ઞાન કર્યું હોય કે નવપૂર્વની લબ્ધિ પ્રગટી હોય તો તેથી શું? એવો પરસત્તાવલંબી જાણપણાનો ક્ષયોપશમ તો અનંત વાર કર્યો છે. એ કાંઈ આત્મજ્ઞાન નથી. ચૈતન્યમૂર્તિ ભગવાન આનંદનો નાથ પૂર્ણ શક્તિનું આખું સત્ત્વ છે. તેને સ્પર્શીને જે જ્ઞાન થાય તે જ્ઞાન છે અને તેમાં ભવના અભાવના ભણકારા વાગે છે. જેને અંતરસ્પર્શ થતાં અતીન્દ્રિય આનંદ આવ્યો છે તેણે રાગ અને આત્માને ભિન્ન માન્યા છે અને તે ધર્મી છે. અનંત ધર્મ-સ્વભાવનો ધરનાર એવો ધર્મી આત્મા છે. તેની અંદર દૃષ્ટિ પ્રસારતાં જેને રાગ અને શરીરથી આત્મા ભિન્ન જણાય છે તેને સમ્યગ્દર્શન થાય છે, ભલે પછી તે બહારથી દરિદ્રી હોય કે સાતમી નરકના સંયોગમાં રહેલો નારકી હોય.
નરકમાં આહારનો એક કણ કે પાણીનું એક બિંદુ પણ મળતું નથી. અને જન્મ થતાં જ એને સોળ રોગ હોય છે. છતાં પણ જ્યારે પૂર્વના સંસ્કાર યાદ આવે છે ત્યારે એમ વિચારે છે કે-મને સંતોએ કહેલું કે તું રાગ અને શરીરથી ભિન્ન છે. આ વચન મેં સાંભળેલાં પણ પ્રયોગ કરેલો નહિ. આમ વિચારી રાગનું લક્ષ છોડીને અંતરએકાગ્ર થાય છે એટલે ધર્મી થાય છે. ત્રીજા નરક સુધી પૂર્વના વેરી પરમાધામીઓ, રૂની ગાંસડી વાળે તેમ શરીરને બાંધી, ઉપરથી ધગધગતા લોઢાના સળિયાથી મારે છે. આવી સ્થિતિમાં પણ રાગથી ભિન્ન પડીને સમ્યગ્દર્શન પામી શકાય છે. પૂર્વે સાંભળ્યું હતું તે ખ્યાલમાં લઈ, જેમ વીજળી તાંબાના સળિયામાં એકદમ ઉતરી જાય તેમ, તે અંદર જ્ઞાનાનંદ ભગવાન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬ ]
ચિન રત્નાકર ભાગ-૨
બિરાજે છે એમાં પોતાની પર્યાયને ઊંડી ઉતારી દે છે. બહારમાં ગમે તેવા પ્રતિકૂળ સંજોગો હોય પણ તેથી શું? અંદર પૂર્ણસ્વભાવી આત્મા છે ને? જુઓ, શ્રેણીક રાજાનો જીવ પહેલી નરકમાં છે. બહારમાં પીડાકારી સંયોગનો પાર નથી. છતાં તેમને ક્ષાયિક સમ્યગ્દર્શન છે અને સમયે સમયે તીર્થંકર ગોત્રના પરમાણુઓ બંધાય છે. તેમને અંદર એવું ભાન વર્તે છે કે “હું તો આનંદનો નાથ સચ્ચિદાનંદ ભગવાન આત્મા છું.” ભક્તિમાં આવે છે ને કેઃ
ચિમૂર્તિ દગધારીકી મોહે રીતિ લગત હૈ અટાપટી,
બાહર નારકી દુઃખ ભોગત, અંતર સુખરસ ગટગટી.” સમકિતીને નરકમાં પીડાના સંયોગનો પાર નથી. છતાં અંદર આત્માના આનંદનું (અંશે) વેદન હોવાથી શાંતિ છે. પ્રતિકૂળ સંયોગ છે તેથી શું? મને તો સંયોગીભાવ પણ અડતો નથી, સ્પર્શતો નથી એવો અનુભવ અંદર વર્તતો હોવાથી જ્ઞાની નરકમાં પણ સુખને જ વેદે છે.
શ્રી કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય આદિ સંતો કહે છે કે આનંદનો નાથ અંદર બિરાજે છે. આત્મારામ-આત્મા રૂપી બગીચો અંદર છે. તેમાં જરા પ્રવેશ તો કર! શરીર અને રાગથી ભગવાન આત્મા ભિન્ન છે. આવી વાત જેણે રુચિપૂર્વક સાંભળી તેને આત્મા કેમ ન જણાય? જણાય જ. ખરેખર રાગ છે તે પણ શરીર છે. આ શાસ્ત્રની ૬૮ મી ગાથામાં આવે છે કે કારણ જેવાં કાર્ય હોય છે. તેથી જેમ જવમાંથી જવ જ થાય છે તેમ ગુણસ્થાન આદિ ભાવો અચેતન છે, કેમકે તેઓ પુગલનું કાર્ય છે. પુદ્ગલ જડ કર્મ કારણ છે તેનાથી ગુણસ્થાનના ભેદ પડ છે. તેથી પુદગલનું કાર્ય હોવાથી તેઓ અચેતન પુદ્ગલ છે. આવું (વસ્તુસ્વરૂપ) સાંભળીને કોને આત્મજ્ઞાન ન થાય? અહો ! આચાર્યદેવ અતિ પ્રસન્નતાથી કહે છે કે-ભાઈ ! આ તારો આત્મજ્ઞાનનો કાળ છે. આદિ પુરાણમાં આવે છે કે ઋષભદેવ ભગવાનને પૂર્વના ભવમાં મુનિરાજ ઉપદેશ આપે છે કે “આ તારો સમ્યગ્દર્શન પામવાનો કાળ છે. તારી કાળલબ્ધિ પાકી ગઈ છે, સમ્યગ્દર્શન ગ્રહણ કર. એમ અહીં કહે છે કે તું આનંદસ્વરૂપ આત્મા છે ને! હું રાગ છું, શરીર છું એવું લક્ષ કરીને જ્યાં પડયો છે ત્યાંથી દષ્ટિ હઠાવી લક્ષને ફેરવી નાખ. હું જ્ઞાયક છું એમ લક્ષ કર, આ પુરુષાર્થ છે અને એનું ફળ જ્ઞાન અને આનંદ છે.
હવે કહે છે રાગથી ભિન્ન આત્માની રુચિ થતાં કેવો થઈને ભગવાન આત્મા જણાય છે? “સ્વરસમસE: Vદન : વ... પોતાના નિજરસના વેગથી ખેંચાઈ પ્રગટ થતું એકસ્વરૂપ થઈને. આત્મા આનંદનો રસકંદ અંદર પડયો છે. તેની રુચિ કરતાં તરત જ તે રાગથી ભિન્ન, પોતાના નિજરસથી પ્રગટ થાય છે. અજ્ઞાનમાં જેમ રાગનો વેગ હતો તે હવે જ્ઞાન થતાં આનંદનો વેગ આવે છે. રાગના વેગથી ભિન્ન પડીને જ્યાં દષ્ટિ જ્ઞાયક ઉપર પડી ત્યાં તત્કાળ જ્ઞાનરસનો, આનંદરસનો, શાંતરસનો, વીતરાગ અકષાયરસનો વેગ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૩ ]
[ ૧૫૭
ઉછળે છે. અહાહા ! પર્યાયમાં આનંદનો ઉભરો આવે છે. દૂધનો ઉભરો તો ખાલી (પોલો ) હોય છે, જ્યારે આ તો નક્કર ઉભરો છે.
પુણ્ય-પાપના ભાવને પોતાના માનીને એકલા જ્ઞાન અને આનંદના રસથી ભરપૂર આત્માને અનેકરૂપ માન્યો હતો. હવે ભગવાન આત્માનો નિરસ જે આનંદ તેનો ઉગ્રપણે પર્યાયમાં વેગ ખેંચાઈને જોરથી આવતાં એકસ્વરૂપે પ્રગટ થાય છે. અહાહા ! જેવો આનંદરસકંદ સ્વભાવે છે અંતર્દષ્ટિ થતાં તેવો તરત જ પર્યાયમાં આનંદ પ્રગટ થાય છે. જ્ઞાતાસ્વભાવ તો ત્રિકાળ એકરૂપ જ છે, એ તો વિકારરૂપ છે જ નહિ. આવા જ્ઞાતાદરા-સ્વભાવનો અનુભવ થતાં પર્યાયમાં આનંદનો અનુભવ થાય છે. આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. બાકી બધું થોથેથોથાં છે, નકામું છે. આત્મા શું છે એની ખબર ન મળે અને મંડી પડ વ્રત, તપ અને નિયમ આદિ કરવા. પણ એ તો બધું વર વગરની જાન જેવું છે. જેમ વર વિના કોઈ જાન કાઢે તો એ જાન ન કહેવાય, એ તો માણસોનાં ટોળાં કહેવાય. એમ ભગવાન આનંદનો નાથ દષ્ટિમાં લીધો નહિ અને વ્રત, તપ આદિ કરે તો એ બધાં થોથાં છે, રાગનાં ટોળાં છે; એમાં કાંઈ ધર્મ હાથ ન આવે. ભાઈ ! હું આવો છું એમ પ્રતીતિમાં તો લે.
* કળશ ૨૮: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
દયા, દાન, વ્રતાદિનો રાગ અને આત્મા વચ્ચે અત્યંત અભાવ છે. આગમમાં ચાર અભાવ-૧. પ્રાગભાવ, ૨. પ્રધ્વસાભાવ, ૩. અન્યોન્ય અભાવ અને ૪. અત્યંતભાવ (ન્યાયશાસ્ત્રમાં ) કહેલા છે. જ્યારે આત્મા અને રાગ વચ્ચેનો અત્યંત અભાવ અધ્યાત્મનો છે. અહાહા! શું વીતરાગમાર્ગની ગંભીરતા અને ઊંડપ! નિશ્ચયવ્યવહારનયના વિભાગ વડે આત્મા અને પરનો, આત્મા અને શરીરનો તથા આત્મા અને રાગનો અત્યંત ભેદ જ્ઞાનીઓએ બતાવ્યો છે. તે જાણીને એવો કોણ આત્મા હોય કે જેને ભેદજ્ઞાન ન થાય ? અહીં પુરુષાર્થની ઉગ્રતાનું જોર બતાવ્યું છે. વીર્યનો વેગ સ્વસમ્મુખ કરવાની વાત છે.
આત્મામાં વીર્ય નામનો ગુણ છે. સ્વરૂપની રચના કરવી એ એનું કાર્ય છે. રાગને રચવો કે દેહની ક્રિયા કરવી એ એનું સ્વરૂપ ત્રણકાળમાં નથી. આવા પરિપૂર્ણ વીર્યગુણથી-પુરુષાર્થગુણથી ઠસોઠસ ભગવાન આત્મા ભરેલો છે. તે ગુણનું કાર્ય આનંદ આદિ શુદ્ધ નિર્મળ પર્યાયને રચવાનું છે. રાગને રચે એ તો નપુંસક્તા છે, એ આત્માનું વીર્ય નહિ. રાગ એ સ્વરૂપની ચીજ નથી. વીર્યગુણને ધરનાર ભગવાન આત્માનું ગ્રહણ કરતાં તે વીર્ય નિર્મળ પર્યાયને જ રચે છે. વ્યવહારને (રાગને) રચે એવું તેના સ્વરૂપમાં જ નથી. નિમિત્તથી થાય એ વાત તો કયાંય દૂર રહી ગઈ. એ માન્યતા તો અજ્ઞાન છે. ઇષ્ટોપદેશની ૩૫ મી ગાથામાં આવે છે કે બધાં નિમિત્તો ધર્માસ્તિકાયવત્ ઉદાસીન છે. નિમિત્ત પ્રેરક હોય કે સ્થિર, પરને માટે તો તે ધર્માસ્તિકાયવત ઉદાસીન જ છે. ધજા ફરફર હાલે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
એમાં પવન પ્રેરક નિમિત્ત છે, છતાં ધર્માસ્તિકાયવ ઉદાસીન છે. ધજા પોતે પોતાથી જ આમતેમ ફરફર થાય છે, પવનથી નહિ, પવન તો નિમિત્તમાત્ર છે. આવું સત્ય સમજવામાં પણ વાંધા હોય તે સત્ય આચરે કયારે?
અહીં કહે છે કે એવો કોણ પુરુષ છે જેને ભેદજ્ઞાન ન થાય ? થાય જ; કારણ કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે અવશ્ય પોતાના આત્માને પરથી ભિન્ન જણાવે છે. રાગ અને શરીરથી ભિન્ન પડી જ્યારે દષ્ટિ એક જ્ઞાયકમાત્રમાં પ્રસરે છે તો અવશ્ય ભેદજ્ઞાન પ્રગટ થાય છે. કોઈ દીર્થસંસારી હોય તો તેની અહીં વાત
નથી.
આ પ્રમાણે, જે અપ્રતિબદ્ધ એમ કહ્યું હતું કે “અમારો તો એ નિશ્ચય છે કે દેહ છે તે જ આત્મા છે, ” તેનું નિરાકરણ કર્યું. અજ્ઞાની જે ચીજને દેખે છે તે ચીજને પોતાની માને છે. જ્ઞાન શરીર, રાગ, આદિ શયને જાણે છે છતાં તે શરીરાદિ શેય જ્ઞાનની ચીજ નથી. જ્ઞાનની ચીજ તો જ્ઞાન જ છે. આવી વાત કઠણ પડ પણ શું થાય? વસ્તુ સ્વરૂપ જ આવું છે. વીતરાગ ત્રિલોકીનાથ જિનેશ્વરદેવ ઇન્દ્રો અને ગણધરોની વચ્ચે દિવ્યધ્વનિ દ્વારા આવો જ ઉપદેશ આપતા હતા. અને એ જ વાત સંતોએ પ્રસિદ્ધ કરી છે. અહો ! એ સંતોની વાણી અમૃતની વર્ષા કરનારી છે, તેનું કર્ણરૂપી અંજલિ વડે ભવ્ય જીવો પાન કરો!
[ પ્રવચન નં. ૭૪, ૭૫, ૭૬.
*
દિનાંક ૧૨-૨-૭૬ થી ૧૪-૨-૭૬ ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૪
सव्वे भावे जम्हा पच्चक्खाई परे त्ति णादूणं । तम्हा पच्चक्खाणं णाणं णियमा मुणेदव्वं ।। ३४ ।।
सर्वान् भावान् यस्मात्प्रत्याख्याति परानिति ज्ञात्वा। तस्मात्प्रत्याख्यानं ज्ञानं नियमात् ज्ञातव्यम् ।। ३४ ।।
સૌ ભાવને ૫૨ જાણીને પચખાણ ભાવોનું કરે, તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. ૩૪.
ગાથાર્થ:- [યસ્માત્] જેથી [સર્વાન્ ભાવાન્] ‘પોતાના સિવાય સર્વ પદાર્થો [પરાન્] ૫૨ છે' [કૃતિ જ્ઞાત્વા] એમ જાણીને [ પ્રત્યાઘ્યાતિ] પ્રત્યાખ્યાન કરે છે-ત્યાગે છે, [ તસ્માત્] તેથી, [ પ્રત્યાઘ્યાનં] પ્રત્યાખ્યાન [જ્ઞાનં] જ્ઞાન જ છે [નિયમાત્] એમ નિયમથી [ જ્ઞાતવ્યસ્] જાણવું. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી.
ટીકા:- આ ભગવાન જ્ઞાતા-દ્રવ્ય (આત્મા) છે તે અન્યદ્રવ્યના સ્વભાવથી થતા અન્ય સમસ્ત ૫૨ભાવોને, તેઓ પોતાના સ્વભાવભાવ વડે નહિ વ્યાસ હોવાથી ૫૨૫ણે જાણીને, ત્યાગે છે; તેથી જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે, બીજો તો કોઈ ત્યાગનાર નથી-એમ આત્મામાં નિશ્ચય કરીને, પ્રત્યાખ્યાનના ( ત્યાગના ) સમયે પ્રત્યાખ્યાન કરવાયોગ્ય જે પરભાવ તેની ઉપાધિમાત્રથી પ્રવર્તેલું ત્યાગના કર્તાપણાનું નામ ( આત્માને ) હોવા છતાં પણ, ૫૨માર્થથી જોવામાં આવે તો ૫૨ભાવના ત્યાગકર્તાપણાનું નામ પોતાને નથી, પોતે તો એ નામથી રહિત છે કારણ કે જ્ઞાનસ્વભાવથી પોતે છૂટયો નથી, માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે–એમ અનુભવ કરવો.
ભાવાર્થ:- આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું છે. તે નામમાત્ર છે. પોતે તો જ્ઞાનસ્વભાવ છે. પરદ્રવ્યને ૫૨ જાણ્યું, પછી પરભાવનું ગ્રહણ નહિ તે જ ત્યાગ છે. એ રીતે, સ્થિર થયેલું જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન છે, જ્ઞાન સિવાય કોઈ બીજો ભાવ નથી.
ઉત્થાનિકાઃ
આ રીતે અજ્ઞાની જીવ અનાદિ મોહના સંતાનથી નિરૂપણ કરવામાં આવેલું જે આત્મા અને શરીરનું એકપણું તેના સંસ્કા૨પણાથી અત્યંત અપ્રતિબુદ્ધ હતો. શું કહે છે? અનાદિથી અજ્ઞાનીને રાગ અને શરીરમાં સાવધાની હોવાથી તે જ્ઞાનાનંદસ્વભાવી ચૈતન્યને
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
રાગ અને શરીર સાથે એકપણું માનતો હતો. તે આ એકપણાના સંસ્કા૨થી અપ્રતિબુદ્ધ હતો. જુઓ, કોઈ કહે કે આ સમયસાર મુનિ માટે છે તો એમ નથી. અહીં તો જે શરી૨ અને આત્માને એક માને છે એવા અત્યંત અપ્રતિબુદ્ધને સમજાવવામાં આવ્યું છે.
હજારો રાણીઓ છોડીને દિગંબર જૈન સાધુ થઈ, ૨૮ મૂળગુણ પાળી નવમી ત્રૈવેયકે ગયો. પરંતુ આનંદસ્વરૂપ ચૈતન્ય પ્રભુની ખબર નહિ હોવાથી, શરીરને જ આત્મા માનતો હતો. બહારથી આત્મા રાગથી ભિન્ન છે એમ કહે, પણ અંદર જે શુભ ક્રિયાકાંડનો રાગ અવસ્થામાં પ્રગટ હતો તેમાં જ પોતાપણું માનતો હતો. પોતે શું ચીજ અને પોતાનું અસ્તિત્વ-હોવાપણું-મોજૂદગી કેવી રીતે છે એનો ખ્યાલ નહિ હોવાથી ‘હું આત્મા છું' એમ કહેતો હોવા છતાં રાગાદિને જ આત્મા માનતો હતો. રાગાદિથી પૃથક્ પોતાની જ્ઞાયકવસ્તુની દૃષ્ટિ થઈ નહિ. તેનો અનુભવ થયો નિહ એટલે કયાંક પ૨માંરાગાદિમાં જ પોતાપણું માનતો હતો. અગિયાર અંગનો પાઠી હોય એટલે બહારથી ‘રાગ અને આત્મા ભિન્ન છે' એમ ભાષામાં બોલે, પણ અંતરમાં રાગ અને આત્માની એક્તા તોડી નહિ. અહાહા! અગિયાર અંગમાં કેટલું જાણવું આવે? પહેલા આચારાંગમાં ૧૮ હજાર પદ હોય છે અને તે એક એક પદમાં ૫૧ કરોડ જાજેરા શ્લોક છે. બીજા અંગમાં તેનાથી બમણા ૩૬ હજા૨ પદ હોય છે. આમ એક એકથી બમણા એમ અગિયાર અંગ સુધી લઈ લેવું. આ બધુંય કંઠસ્થ કર્યું, પરંતુ અંદરમાં વિકલ્પથી ભિન્ન, નિર્વિકલ્પ ચૈતન્ય આનંદકંદ છે એની દૃષ્ટિ, એનો અનુભવ અને એનું વેદન કર્યું નહિ તેથી તે અત્યંત અપ્રતિબુદ્ધ હતો. ભાઈ! આ તો અંતરની ચીજ છે. તે અંતરના સ્પર્શ વિના મળે એવી
નથી.
આવી રીતે જે અત્યંત અપ્રતિબુદ્ધ હતો તે હવે તત્ત્વજ્ઞાનસ્વરૂપ જ્યોતિનો પ્રગટ ઉદય થવાથી જ્ઞાની થયો. રાગથી ભિન્ન ચૈતન્યજ્યોતિનો ભાસ થતાં ‘પોતે જ્ઞાયકસ્વરૂપ જ હું છું' એવો અનુભવ થયો તેથી જ્ઞાની થયો. ‘ચૈતન્ય જ્ઞાનજ્યોતિસ્વરૂપ હું છું' એવો વિકલ્પ નહિ, પણ તેવી પરિણતિનો પ્રગટ ઉદય થતાં, જેમ નેત્રમાં વિકાર હોય તે દૂર થતાં વસ્તુ જેવી હોય તેવી દેખાય છે તેમ, તે પ્રતિબુદ્ધ થયો. જેમ કોઈ પુરુષના નેત્રમાં વિકાર હોય ત્યારે વર્ણાદિક પદાર્થો અન્યથા દેખાય છે. પણ જ્યારે વિકાર મટે છે ત્યારે પદાર્થો જેવા હોય તેવા દેખાય છે. તેવી રીતે પડળ સમાન આવરણકર્મ સારી રીતે ઉઘડી જવાથી પ્રતિબુદ્ઘ થયો, સાક્ષાત્ જ્ઞાતા-દષ્ટા થયો. અહીં જે કર્મની વાત કરી છે તે નિમિત્તનું કથન છે. ખરેખર તો સ્વભાવનું ભાન થતાં, મિથ્યા શ્રદ્ધાનને લીધે જે ભાવઘાતીની અવસ્થા થતી હતી અને જેના કારણે આત્મદશા પ્રગટ નહોતી થતી તે દૂર થવાથી પોતે સાક્ષાત્ જ્ઞાતાદ્દષ્ટા થયો.
આત્મા વસ્તુ સ્વભાવથી તો જ્ઞાતા-દષ્ટા છે જ. એવા જ્ઞાતા-દષ્ટા-સ્વભાવનું ભાન થતાં મિથ્યા શ્રદ્ધાનો નાશ થઈ પર્યાયમાં જ્ઞાતાદષ્ટાપણું પ્રગટ થયું તેને સાક્ષાત્ જ્ઞાતા-દષ્ટા થયો
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #173
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૪ ]
[ ૧૬૧
એમ કહ્યું છે. આત્મામાં દયા, દાનનો રાગ કે વ્યવહા૨૨ત્નત્રયનો વિકલ્પ નથી. અને તેથી રાગથી કે વ્યવહારરત્નત્રયના વિકલ્પથી જ્ઞાતાદષ્ટાસ્વભાવ પ્રાપ્ત થતો નથી, કેમકે જેનામાં જે ન હોય તેનાથી તે પ્રાસ કેમ થાય ?
એકલો દેખનાર અને જાણનાર એવા પોતાને પોતાથી જ જાણી, રાગથી કે વિકલ્પથી નહિ પણ સ્વચૈતન્યમાં ચૈતન્યની પરિણતિ દ્વારા પ્રવેશીને પોતાને જાણી, શ્રદ્ધાન કરી, તેનું જ આચરણ કરવાનો ઇચ્છુક થયો છે. એટલે હવે તે મુનિપણાની ભાવના કરે છે.
પ્રશ્ન:- ‘પોતાને પોતાથી જ જાણે' એમાં એકાંત થઈ ગયું, સ્યાદ્વાદપણું તો ન
રહ્યું ?
ઉત્ત૨:- ‘પોતાને પોતાથી જ જાણે' એ સમ્યક્ એકાન્ત છે. તે સમ્યક્ એકાન્ત જ અનેકાન્તનું સાચું જ્ઞાન કરે છે. પોતે પોતાથી જ જણાય અને પરથી ન જણાય એ જ અનેકાન્ત છે. અને એ જ સમ્યક્ એકાન્ત છે. ભાઈ! વીતરાગનો સ્યાદ્વાદ માર્ગ આવો છે. પોતાથી પણ જાણે અને રાગથી પણ જાણે એ તો ફુદડીવાદ છે, સ્યાદ્વાદ નહિ.
ચૈતન્યસૂર્યના પ્રકાશનું પૂર પ્રભુ આત્મા પોતાના નિર્મળ પ્રકાશ દ્વારા જ પોતાને પ્રકાશે છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા જ્ઞાનની નિર્મળ પર્યાય દ્વારા જ પોતાને પોતાથી જાણે છે. તેને રાગની કે વ્યવહારની અપેક્ષા નથી. એટલે કે વ્યવહારથી નિશ્ચય જણાય નહિ. પરંતુ વ્યવહારનું લક્ષ છોડી સ્વભાવનું સીધું લક્ષ કરતાં તે પોતાથી પોતાને જાણે છે. જ્ઞાનની નિર્મળ પર્યાય દ્વારા શાયકને જાણી પછી શ્રદ્ધાન કરવું. જુઓ અહીં પ્રથમ આત્માને જાણવો, પછી શ્રદ્ધાન કરવું એમ કહ્યું છે, કારણ કે જાણ્યા વિના શ્રદ્ધા કોની ? ૧૭-૧૮ ગાથામાં પણ આ વાત આવી ગઈ છે.
હવે જેને જ્ઞાન-શ્રદ્ધાન થયાં છે તે એમાં જ આચરણ કરવા ઇચ્છુક થયો થકો પૂછે છે કે ‘આ સ્વાત્મારામને અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન (ત્યાગવું) તે શું છે?' નિજપદમાં રમે તે આત્મારામ છે. તેને પ્રત્યાખ્યાન નું શું સ્વરૂપ છે? અન્યદ્રવ્યના ત્યાગનું શું સ્વરૂપ છે? આત્મા જ્ઞાનનો પુંજ પ્રભુ છે. ઉદયભાવરૂપ સંસારનો અંશ કે તેની ગંધ પણ એમાં નથી. આવા આત્માને જાણીને, એને પ્રતીતિમાં લઈને હવે શિષ્ય ગુરુને પૂછે છે કે-મને આત્મામાં આચરણ કેમ થાય ? અન્યદ્રવ્યના અર્થાત્ રાગના ત્યાગરૂપ પચ્ચકખાણ કેવી રીતે થાય? જ્ઞાનીને ચારિત્ર કેવું હોય એની ખબર છે, છતાં વિનયપૂર્વક ગુરુને વિશેષ માટે પૂછે છે.
શુદ્ધ ચૈતન્યઘન પૂર્ણ સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા અનંત અનંત આનંદનું ગોદામ છે. સંયોગી ચીજમાં આત્મા નથી અને આત્મામાં સંયોગી ચીજ નથી. બન્ને તદ્દન ભિન્ન ભિન્ન છે. હવે અહીં કહે છે કે સંયોગી ચીજ તો દૂર રહી, પણ સંયોગીકર્મના લક્ષે થતા જે સંયોગીભાવ-પુણ્યપાપના ભાવ તેનાથી પણ આત્મા ભિન્ન છે, જુદો છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
હું એક જ્ઞાનાનંદસ્વરૂપ અમૃતનો સાગર પ્રભુ જ્ઞાતા દષ્ટા છું, અને જગત જ્ઞય-દશ્ય છે. પણ જગત મારામાં નથી કે હું જગતમાં નથી. અહાહા ! મારી ચીજમાં પુણ્ય-પાપના ભાવ તો નથી પણ વર્તમાન અલ્પજ્ઞતા પણ મારી પૂર્ણ ચીજમાં નથી.” આમ જેને અંતરમાં ચિદાત્મસ્વરૂપના ભાનપૂર્વક ભેદજ્ઞાન-આત્મજ્ઞાન પ્રગટ થયું છે અને એની પ્રતીતિ થઈ છે તે સમ્યગ્દષ્ટિ થયો છે. તેને ધર્મની શરુઆત થઈ છે. જેમ આંખમાં પડળ હોય તે નીકળી જતાં નિધાન નજરે પડે છે તેમ રાગની એક્તાબુદ્ધિનાં પડળ દૂર થતાં આત્મા જેવો જ્ઞાનાનંદસ્વરૂપ છે તેવો નજરે પડે છે, અનુભવમાં આવે છે. આવો અનુભવ જેને થયો છે તે હવે પ્રશ્ન કરે છે કે-પચ્ચકખાણ શી રીતે થાય? રાગથી ભિન્ન આત્માનું ભાન તો થયું છે પણ હુજા અસ્થિરતાનો રાગ છે તેનો ત્યાગ શી રીતે થાય? આમ પૂછવામાં આવતાં તેના ઉત્તરરૂપે આ ગાથા કહે છે –
* ગાથા ૩૪ : ટીકા ઉપરનું પ્રવચન *
આ ભગવાન જ્ઞાતાદ્રવ્ય ” જુઓ “ભગવાન” થી ઉપાડયું. ભગવાન સ્વરૂપ જ આત્મા છે. કયારે? અત્યારે અને ત્રણેકાળ. જો અત્યારે ભગવાન સ્વરૂપ ન હોય તો પર્યાયમાં ભગવાનપણું ક્યાંથી આવશે? શું તે કયાંય બહારથી આવે છે? (ના). સ્વભાવથી ભગવાન-સ્વરૂપ છે તે પર્યાયમાં “એનલાર્જ” પ્રગટ થાય છે. જો અત્યારે ભગવાનસ્વરૂપ ન હોય તો કયારેય પણ ભગવાન થઈ શકે નહિ. ૩૧-૩ર ગાથામાં પણ
ભગવાન જ્ઞાનસ્વભાવ” એમ આવી ગયું છે. અહીં સંસ્કૃત ટીકામાં “માવત’ શબ્દ પડયો છે. ભગ નામ લક્ષ્મી વત્ એટલે વાળો. આત્મા અનંત-અનંત જ્ઞાન અને આનંદની લક્ષ્મીવાળો પરિપૂર્ણ ભગવાન છે. “આ ભગવાન જ્ઞાતૃદ્રવ્ય” એમ કહીને તેનું પ્રત્યક્ષપણું કહ્યું છે, કારણ કે જ્ઞાનીને ભગવાન આત્માનું જ્ઞાનમાં પ્રત્યક્ષ વેદન થઈ ગયું છે, અનુભવ થઈ ગયો છે.
આ ભગવાન જ્ઞાતૃદ્રવ્ય”—એમ લીધું છે. કારણ કે જે શિષ્ય પ્રશ્ન પૂછયો છે તેને જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું પ્રત્યક્ષ ભાન થયું છે. સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણ આનંદનો નાથ સિદ્ધ સમાન આ આત્મા બાહ્ય લક્ષ્મીવાળો નથી. બાહ્ય લક્ષ્મી તો જડ છે, અને તેને જે પોતાની માને એ પણ જડ છે. જેમ ભેંસનો પતિ પાડો હોય છે તેમ જડનો પતિ પણ જડ છે. અહીં તો ચૈતન્યલક્ષ્મીના સ્વામીની વાત છે. ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય અને ૯૬ હજાર રાણીઓ વગેરે વૈભવ હોય છે. છતાં સમ્યગ્દર્શન હોવાથી એ બાહ્ય વૈભવનો હું સ્વામી છે એમ તે માનતા નથી. હું તો અનંત અનંત જ્ઞાન અને આનંદની સ્વરૂપલક્ષ્મીથી ભરેલો ભગવાન છું'—એમ સ્વરૂપલક્ષ્મીનું સ્વામીપણું માને છે, કેમકે તેમને યથાર્થ શ્રદ્ધાન-જ્ઞાન થયેલાં છે.
ભગવાન આત્મા જ્ઞાતા છે, જાણનાર સૂર્ય છે, જ્ઞાનના પ્રકાશથી ભરપૂર છે. આવું જે જ્ઞાતાદ્રવ્ય (આત્મા) તે અન્યદ્રવ્યના નિમિત્તથી થતા વિકારીભાવપણે થાય એવો એનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૪ ]
[ ૧૬૩ સ્વભાવ નથી, કેમકે જ્ઞાતા-દષ્ટા વસ્તુનો સ્વભાવ તો જાણવું, દેખવું અને આનંદ છે. તેથી તે જ્ઞાતા-દષ્ટા-સ્વભાવ વિકારીભાવમાં કેમ વ્યાસ થાય? જાણન-દેખન સ્વભાવ, અન્યદ્રવ્યના સ્વભાવથી થતા જે અન્ય સમસ્ત ભાવો-ચાહે તે વ્યવહારરત્નત્રયનો રાગ કેમ ન હોય-એમાં વ્યાપવા સમર્થ નથી. તેમાં વ્યાપે એવું આત્માનું સ્વરૂપ જ નથી. ભાઈ ! અનંત આનંદને આપનારો આ માર્ગ બહુ સૂક્ષ્મ છે. અનંત અનંત શાંતિ, આહ્વાદ અને સ્વરૂપની રચના કરનાર અનંત વીર્ય જેનાથી પ્રગટ થાય તે ઉપાય કોઈ અલૌકિક અદભુત છે. આવો માર્ગ સમય કાઢી જાણવો જોઈએ. હમણાં નહિ જાણે તો કયારે જાણશે?
અહાહા! અનંત આનંદ, અનંત શાન્તિ આદિ એક એક એમ અનંત ગુણનો સમાજ અંદર છે. અનંતગુણરૂપી સામ્રાજ્યનો સ્વામી આત્મા છે. એ મૂળ વસ્તુ આત્મા પ્રત્યક્ષ છે, પણ પર્યાયબુદ્ધિથી–રાગબુદ્ધિથી તે આખી વસ્તુ આવરણમાં છે. અહીં પહેલેથી જ ઉપાડ્યું છે કે આ ભગવાન જ્ઞાતાદ્રવ્ય', એમાં આત્મા પ્રત્યક્ષ પ્રભુ છે એમ બતાવ્યું છે. સમ્યજ્ઞાનરૂપી નેત્રમાં પ્રભુ પ્રત્યક્ષ દેખાય એવો તે આત્મા છે. આવો આત્મા, પોતાના સ્વભાવ વડે, અન્યદ્રવ્યના સ્વભાવથી થતા અર્થાત્ કર્મના–નિમિત્તના સંગે થતા વિભાવ ભાવોમાં વ્યાપ્ત છે જ નહિ. આ જ્ઞાનસ્વભાવી આત્મા રાગના વિકલ્પપણેવ્યવહાર-રત્નત્રયના વિકલ્પપણે વ્યાપીને રહેવાનુંથવાને લાયક જ નથી. વિકારપણે થવું એવો આત્માનો સ્વભાવ જ નથી. આમ રાગને પરપણે જાણી સ્વરૂપમાં ઠરવું તે પ્રત્યાખ્યાન છે.
પ્રશ્ન- અમે તો માનીએ છીએ કે ભગવાનનાં દર્શન કરીએ, જાત્રા કરીએ એટલે ધર્મ થાય. તમે તો ના પાડો છો?
ઉત્તર:- ભાઈ ! ભગવાન પોતે અંદર બિરાજે છે તેને જાણવાથી, દેખવાથી ધર્મ થાય છે. પરંતુ પર ભગવાનને દેખવાથી ધર્મ ન થાય, શુભરાગ થાય. આ ભગવાન આત્મા જ્ઞાતા-દષ્ટા છે. તે અન્યદ્રવ્યના સ્વભાવથી ઉત્પન્ન થતા વિભાવોમાં-દયા, દાન, વ્રત આદિ વિકલ્પોમાં પોતાના સ્વભાવ વડે વ્યાપ્ત થતો નથી. તેથી તેને પરપણે જાણીને જ્ઞાની ત્યાગે છે. એટલે કે અંદર સ્વભાવમાં સ્થિર થાય છે એટલે તેને ત્યાગે છે એમ કહેવામાં આવે છે. વિકારીભાવ આત્માના સ્વભાવ વડ વ્યાસ થવાને લાયક નથી. તેથી તેને પરપણે જાણવા એ જ તેનો ત્યાગ કર્યો એમ કહેવાય છે. આ ધર્મ અને ધર્મની રીત
હું એક જ્ઞાતા-દષ્ટાસ્વભાવવાળો છું. જે અન્યદ્રવ્યના નિમિત્તથી વિભાવપરિણામો થાય છે તે મારા સ્વભાવપણે થવાને લાયક નથી. આમ સ્વભાવ અને રાગને ભિન્ન જાણવા તે રાગનો ત્યાગ છે. આ રાગ છે તે હું નહિ. એ ભિન્ન રાગપણે હું થવાને લાયક નથી અને રાગ મારા સ્વભાવપણે થવાને લાયક નથી. આમ જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે. જે જ્ઞાનમાં જણાયું કે આ રાગ છે તે મારા સ્વભાવ વડ વ્યાસ થતો નથી અને મારો પણ સ્વભાવ નથી કે હું રાગપણે થાઉં એ જાણપણું એ પચ્ચકખાણ છે, સામાયિક છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
કેમકે એમ જાણનાર રાગથી ખસીને સ્વરૂપમાં ઠરે છે. સામાયિક એટલે સમતા અને સમતા એટલે વીતરાગ પરિણામનો લાભ. વીતરાગ પરિણામનો લાભ કયારે થાય? કે જ્યારે વીતરાગ-સ્વરૂપ ભગવાન પોતે છે તેનો આશ્રય લે ત્યારે વીતરાગ પરિણતિ થાય છે, અને એને સામાયિક કહે છે. (તેવી રીતે, જેમ ચણાને પાણીમાં પલાળી-ડૂબાડી રાખે ત્યારે પોઢો થાય છે તેમ આત્મા આનંદનો નાથ પ્રભુ છે તેને પોષવો-એટલે આનંદના સાગરમાં એકાકાર ડૂબાડવો તેને પ્રૌષધ કહે છે.) આવી વસ્તુ જાણે નહિ અને બહારના અનેક ક્રિયાકાંડ કરે તેથી શું? એ બધાં થોથેથોથાં છે.
જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે, બીજો કોઈ ત્યાગનાર નથી.' એટલે શું? કે જ્ઞાનસ્વભાવમાં વિભાવ-વિકલ્પ વ્યાપવાને લાયક નથી. આમ જે જાણનારે જાણ્યું તે જ જાણનાર વિભાવને છોડે છે અર્થાત તે-રૂપે પરિણમતો નથી. તેને રાગનો ત્યાગનાર કહે છે. જાણનાર જુદો અને ત્યાગનાર જુદો એમ નથી. તેથી જે જાણે છે તે જ પછી ત્યાગે છે. મારા જ્ઞાનસ્વભાવમાં રાગ વ્યાસ થાય એવો રાગનો સ્વભાવ નથી અને મારો પણ સ્વભાવ એવો નથી કે રાગ મારામાં વ્યાપે. આમ જ્યાં રાગને ભિન્ન પરપણે જાણ્યો ત્યાં તેના તરફનું લક્ષ રહ્યું નહિ અને સ્વભાવમાં જ દષ્ટિ સ્થિર થઈ. આને પચ્ચકખાણ એટલે જાણનારે રાગનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. બાકી આનો પચ્ચકખાણ અને તેનો પચ્ચકખાણ એમ વિકલ્પો કરે એ બધો સંસાર છે.
અજ્ઞાની દયા-દાન-ભક્તિના ભાવમાં ધર્મ માની અનાદિથી ૮૪ લાખના અવતારમાં રખડી દુઃખી થઈ રહ્યો છે. તેને સન્નિપાત જેવો રોગ લાગ્યો છે. જેમ કોઈને સન્નિપાત થયો હોય તે બીજા ઘણા રોગથી પીડાતો હોય તોપણ ખડખડાટ હસે છે. શું તે ખરેખર સુખી છે કે તે દાંત કાઢી હુસે છે? ના. એને દુઃખનું ભાન નથી તેથી હુસે છે. તેમ અજ્ઞાની કાંઈક અનુકૂળ સંયોગો મળતાં પોતાને સુખી માને છે. એનું સુખ સન્નિપાતના રોગી જેવું છે. ભાઈ ! સુખ તો આત્મામાં છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ છે. સત્ નામ ત્રિકાળ, ચિત્ નામ ચૈતન્ય અને આનંદસ્વરૂપ ભગવાન આત્મા છે. આવા આત્માને જે અંતરંગમાં સ્પર્શીને જાણે છે તેને આનંદ થાય છે, સુખ થાય છે. એ જાણનાર એમ જાણે છે કે હું તો સ્વભાવથી દેખવા-જાણવાવાળો છું. પુણ્યપાપના ભાવ મારા સ્વભાવપણે નહિ થતા હોવાથી પરભાવ છે. આમ તેને પરપણે જાણીને ત્યાગે છે, એટલે કે ત્યાંથી ખસીને સ્વરૂપમાં કરે છે. તેથી જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે એમ કહ્યું છે. આવું સ્વરૂપ જાણે નહિ અને વ્રત, તપ આદિ બાહ્ય ત્યાગ કરવા મંડી પડે એ કાંઈ પચ્ચકખાણ નથી.
ભાઈ ! પ્રત્યાખ્યાન એટલે ચારિત્ર કોને કહેવાય એની વાત ચાલે છે. સમ્યગ્દર્શન અને પછી સમ્યક્રચારિત્ર એ અલૌકિક ચીજ છે. સમ્યગ્દર્શન ધર્મનું મૂળ છે તો સમ્યક્રચારિત્ર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૪ ]
[ ૧૬૫
સાક્ષાત્ ધર્મ છે. કહ્યું છે ને કે ‘ ચારિત્ત વસ્તુ ધો’–ચારિત્ર તે ધર્મ છે. એ જ દુઃખથી છૂટવાનો ઉપાય-મોક્ષમાર્ગ છે. આવું ચારિત્ર કોને કહેવાય ? પ્રવચનસાર ગાથા ૭ ની ટીકામાં આવે છે–‘ સ્વરૂપે ઘરનું ચારિત્ર' સ્વરૂપમાં ચરવું તે ચારિત્ર છે. સ્વરૂપમાં આચરણ કરવું-ઠરવું એ ચારિત્ર છે. રાગનું આચરણ તે ચારિત્ર નથી. પંચમહાવ્રતનો વિકલ્પ એ પણ અચારિત્ર છે. જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા તે હું છું. અને રાગગમે તેવો મંદ હો, દયા, દાન, વ્રત, તપ, ભક્તિનો હો કે વ્યવહારત્નત્રયનો હો-તે મારા ચૈતન્યઘનસ્વભાવપણે થાય એવું એનું સ્વરૂપ નથી, અને હું રાગપણે થાઉં એવો મારો ચૈતન્યસ્વભાવ નથી. જ્ઞાનમાં આમ નિશ્ચય કરીને, રાગને ૫૨૫ણે જાણી, જ્ઞાન જ્ઞાનમાં ઠરે એ પ્રત્યાખ્યાન છે, ચારિત્ર છે, ધર્મ છે.
હવે કહે છે–જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે, બીજો કોઈ ત્યાગનાર નથી એમ આત્મામાં નિશ્ચય કરીને પ્રત્યાખ્યાનના સમયે એટલે પરના ત્યાગના કાળે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પરભાવ-રાગાદિ તેની ઉપાધિમાત્રથી પ્રવર્તેલું ત્યાગના ર્તાપણાનું નામમાત્ર કથન છે. શું કહે છે? આત્મા રાગનો ત્યાગ કરે છે એ નામમાત્ર કથન છે. ચાહે તો તીર્થંકગોત્ર બાંધવાનો ભાવ હોય, પણ તે ભાવ નિજ ચૈતન્યસ્વભાવપણે થવાને લાયક નથી એમ એ ભાવને પરભાવ તરીકે જાણ્યો ત્યારે આત્મા રાગને ત્યાગે છે એમ કહેવું એ કથનમાત્ર છે, કેમકે જ્ઞાન જ્ઞાનમાં ઠરી ગયું ત્યાં રાગ ઉત્પન્ન જ થતો નથી. બાપુ! આ તો જન્મ-મરણના ફેરા મટાડવાની બહુ મોંઘી વાત
છે.
જેને ભગવાન જ્ઞાતા-દષ્ટાવસ્તુનો પોતાની નિર્મળ જ્ઞાનપર્યાયમાં પ્રત્યક્ષ અનુભવ થયો કે ‘આ આત્મા છે' તેને હવે પ્રત્યાખ્યાન કેમ થાય? એનો હવે ઉત્તર આપે છે કે જેણે અંદ૨માં જાણ્યું કે રાગ અને ચૈતન્યસ્વભાવ ભિન્ન-ભિન્ન છે, રાગપણે થવું એ મારું સ્વરૂપ નથી અને મારા સ્વભાવપણે થવું એ રાગનું સ્વરૂપ નથી, એ જાણનારો રાગને ભિન્ન જાણી તેને ત્યાગે છે. પરંતુ રાગને ત્યાગે છે એ તો કથનમાત્ર છે, કારણ કે રાગના ત્યાગનું ર્કાપણું ૫૨માર્થે જીવને નથી. નિર્મળ ભેદજ્ઞાન મળે નહિ અને બહારથી આનો અને તેનો ત્યાગ કરે અને માને અમે ત્યાગી. પણ ભાઈ! જીવને ૫૨નું ત્યાગગ્રહણ માનવું એ તો મિથ્યાત્વ છે, ભ્રાંતિ છે. અહીં કહે છે કે રાગનો ત્યાગ કરનાર જીવ છે એમ કહેવું એ પણ કથનમાત્ર છે, ૫૨માર્થ નથી. ખરેખર તો એ રાગના ત્યાગનો ર્ડા છે જ નહિ. સ્વરૂપમાં ઠરતાં રાગ થતો જ નથી, માટે રાગનો ત્યાગ કરે છે એમ નામમાત્ર કથન છે. અહો! આ તો પરમેશ્વર ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિમાં આવેલી વાત સંતોએ આડતિયા થઈને જગતને જાહેર કરી છે. પ્રત્યાખ્યાન સમયે એટલે સ્વરૂપમાં ઠરવાના કાળે, પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પરભાવ-રાગ તેનો ત્યાગ કર્યો એમ કહેવું એ નામમાત્ર કથન છે. અહાહા! ટીકા તો જુઓ!! આવી ટીકા અત્યારે ભરત
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
ક્ષેત્રમાં બીજે કયાં છે? અમૃતના સાગર ઉછાળ્યા છે! અહો! મુનિવરોએ જગતને અમૃતનો સાગર પ્રત્યક્ષ બતાવ્યો છે!!
ભાઈ! ૫૨વસ્તુનું ગ્રહણ-ત્યાગ આત્મામાં છે જ નહિ. આત્મામાં ત્યાગઉપાદાનશૂન્યત્વ નામની શક્તિ છે. તે વડે પ૨વસ્તુને ગ્રહે કે છોડે એ આત્મામાં છે જ નહિ. કપડાં, સ્ત્રી, પુત્ર, પરિવાર, ઇત્યાદિ ગ્રહે અને છોડે એવો આત્મામાં ગુણ છે જ નહિ. ૫૨વસ્તુ તો સ્વતંત્ર જગતની ચીજ છે. શરીર, વાણી, પૈસા, ધૂળ, બાયડી, છોકરાં ઇત્યાદિ જીવે ગ્રહ્યાંય નથી અને છોડયાંય નથી. અહીં કહે છે કે સમક્તીને જે અસ્થિરતાનું રાગરૂપ પરિણમન છે તે રાગરૂપે થઈને રહેવાનું મારું સ્વરૂપ નથી એમ જાણી અંદર સ્વરૂપમાં સ્થિર થયો ત્યારે એ સ્વરૂપસ્થિરતાના કાળે રાગની ઉત્પત્તિ જ થઈ નહિ તેને રાગનો ત્યાગ કર્યો એમ નામમાત્ર કથન કહેવામાં આવે છે. ૫રમાર્થે રાગના ત્યાગનો ર્તા આત્મા નથી અર્થાત્ પરભાવના ત્યાગર્તાપણાનું નામ પણ આત્માને નથી.
અહાહા! હું શુદ્ધ ચિદ્રુપ જ્ઞાતા-દષ્ટામાત્ર છું એવું જેને અંતરમાં ભાન થયું તે સ્વમાં સ્વપણે રહીને જ્યારે ૫૨ભાવ-રાગાદિને ૫૨૫ણે જાણે ત્યારે એને સ્વમાં રહેવાનો કાળ છે, રાગના અભાવસ્વભાવે પરિણમવાનો કાળ છે, પ્રત્યાખ્યાનનો કાળ છે. આ સ્વરૂપ-સ્થિરતાના કાળે જ્ઞાને જાણી લીધું કે રાગ ૫૨ છે એ રાગનો ત્યાગ છે. આ રાગનો ત્યાગ પણ જો નામમાત્ર કથન છે-તો આહાર-પાણી છોડવાં અને બાયડી, છોકરાં, લુગડાં ઇત્યાદિ છોડવાં એ તો કયાંય દૂર રહી ગયું. એ બાહ્ય વસ્તુનો ત્યાગ માનવો એ તો મિથ્યાત્વ છે.
અંદર પૂર્ણાનંદનો નાથ ભગવાનસ્વરૂપે પોતે વિરાજે છે. પણ પામ૨ને પ્રભુની પ્રતીતિ કેવી રીતે આવે? પામરને ‘હું પોતે ઇશ્વર છું' એમ પ્રતીતિ કેમ આવે? ભાઈ ! તું પર્યાયમાં પામર ભલે હો, પણ વસ્તુપણે તું પામર નથી, ભગવાન પૂર્ણાનંદનો નાથ છે. અહાહા! જૈનના મુનિ તો અંદરમાં વિકલ્પની લાગણી વિનાના અને બહા૨માં કપડાં વિનાના નગ્ન હોય છે. કપડાં રાખીને જે મુનિપણું માને, મનાવે છે તે મિથ્યાદષ્ટિઅજ્ઞાની નિગોદગામી છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે વસ્ત્રનો એક ધાગો પણ રાખીને જે મુનિપણું માને, મનાવે અને એવી માન્યતાને રૂડી જાણે તે નિગોદગામી છે. મિથ્યા માન્યતાના ફળમાં એક બે ભવે એ નિગોદ જશે. એવી વાત આકરી પડે, પણ બાપુ! આ તો મોટી ભૂલ છે. એમાં નવે તત્ત્વની ભૂલ છે. વસ્ત્રનો વિકલ્પ એ તો તીવ્ર આસ્રવભાવ છે. તેને બદલે ત્યાં મુનિપણું સંવર, નિર્જરા માનવાં એ બધાં તત્ત્વની ભૂલ છે. મૂળમાં ભૂલ છે, ભાઈ! પ્રવચનસારમાં આવે છે કે મુનિનું જન્મ્યા પ્રમાણે રૂપ ભગવાન ત્રિલોકનાથે ભાળ્યું છે. ત્રણલોકના નાથ દેવાધિદેવ અરિહંતદેવે આવો ધોધ માર્ગ કહ્યો છે. જે શાસ્ત્રમાં વસ્ત્રસહિત મુનિપણું કહ્યું હોય તે શાસ્ત્ર સાચાં નથી અને એ સાધુ પણ સાચા નથી.
અનંત અનંત સામર્થ્યથી પરિપૂર્ણ અનંત શક્તિઓ જેમાં ઉછળી રહી છે એવો
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૪ ]
[ ૧૬૭
અનંતસ્વભાવનો સાગર સ્વરૂપસાગર ભગવાન આત્મા છે. જે જીવે આવા આત્માનો અંતઃસ્પર્શ કરી અનુભવ કર્યો છે તે સમકિતી ધર્મી છે. આવા ધર્મીને જે પુણ્ય-પાપના વિકલ્પો-અસ્થિરતાનો રાગ આવે છે તેનું પચ્ચકખાણ કેમ થાય એમ પ્રશ્ન છે. તો કહે છે કે જ્ઞાનમાં જણાતો એ રાગ જ્ઞાનમાં વ્યાપતો નથી, એ તો ભગવાન ચૈતન્યની સ્વરૂપસંપદાથી ભિન્ન રહે છે. અસ્થિરતાનો રાગ અને જ્ઞાનને ભિન્નતા છે. તેથી રાગ તો ૫૨૫ણે છે આમ જેણે જાણ્યું છે તે જાણનારો હવે રાગમાં જોડાતો નથી એ પચ્ચકખાણ છે. રાગમાં જોડાતો નથી એ તો નાસ્તિથી થન છે. ખરેખર તો જે કાળે જ્ઞાન જ્ઞાનમાં ઠરે છે એ સ્વરૂપ-આચરણના કાળે રાગ ઉત્પન્ન જ થતો નથી એને રાગનો ત્યાગ કર્યો એમ નામમાત્ર કથનથી કહેવામાં આવે છે. જૈન પરમેશ્વર વીતરાગદેવનો આવો માર્ગ છે, ભાઈ. મહાવિદેહક્ષેત્રમાં સીમંધર ભગવાન હાલ સાક્ષાત્ બિરાજે છે. તેઓ પણ ઇન્દ્રો અને ગણધરોની વચ્ચે સભામાં આ જ વાત કરે છે.
આત્માને રાગના ત્યાગના ર્દાપણાનું નામ તે કથનમાત્ર છે. ૫૨માર્થથી જોવામાં આવે તો એટલે કે વાસ્તવિકપણે જેમ છે તેમ જોવામાં આવે તો પરભાવના ત્યાગર્તાપણાનું નામ પોતાને નથી, કારણ કે રાગ છોડયો એવું આત્માના સ્વરૂપમાં છે જ નહિ. અહાહા! જ્યાં સ્વરૂપમાં ઠર્યો ત્યાં રાગ જ થયો નહીં તો પછી રાગ છોડયો એમ કયાંથી આવે ? રાગનો ત્યાગ કર્યો એનો અર્થ શું? શું પ્રત્યાખ્યાનના કાળે, ચારિત્રના કાળે રાગની હયાતી છે? શું જ્ઞાન જ્ઞાનમાં ઠરે છે તે કાળે રાગની હયાતી છે? ના. તે કાળે રાગનો અભાવ છે. પરંતુ પૂર્વે પર્યાયમાં રાગ તો તે વર્તમાનમાં ન થયો એમ દેખીને નામમાત્રથી કહેવાય છે કે આત્માએ રાગનો ત્યાગ કર્યો. અદ્દભુત વાત છે! આ તો સમયસાર છે, બાપુ! પરમાત્માની દિવ્યધ્વનિ છે! આ ગણધરો અને સંતોની વાણી સમજવા માટે ઘણો પુરુષાર્થ જોઈએ.
,
હવે કહે છે– પોતે તો એ નામથી રહિત છે, કારણ કે જ્ઞાનસ્વભાવથી પોતે છૂટયો નથી. ' આત્મા તો પરભાવના ત્યાગર્તાપણાના નામથી રહિત છે કેમકે પોતે તો જ્ઞાન-સ્વભાવપણે જ રહ્યો છે, જ્ઞાનથી છૂટયો જ નથી. માટે જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. જ્ઞાન જ્ઞાનમાં થંભ્યું-સ્થિર થયું એ જ પ્રત્યાખ્યાન છે એમ અનુભવ કરવો.
* ગાથા ૩૪ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
આત્માએ પરભાવનો ત્યાગ કર્યો, રાગનો ત્યાગ કર્યો એમ કહેવું એ નામમાત્ર છે. પોતે તો જ્ઞાનસ્વભાવી ચૈતન્યપ્રકાશનો પૂંજ એકલા જ્ઞાયકભાવ-સ્વભાવવાળું તત્ત્વ છે, સ્વપ૨પ્રકાશકસ્વભાવી છે. આવા સ્વતત્ત્વને સ્વ જાણ્યું અને પરભાવને ૫૨ તરીકે જાણ્યો ત્યારે પરભાવને ગ્રહણ કર્યો નહિ, રાગને પકડયો નહિ એને એનો ત્યાગ કર્યો એમ કહેવાય છે. રાગમાં જે અસ્થિર થતો હતો તે થયો નહિ તેને ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #180
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
સત્યને સત્ય તરીકે રાખીને પ્રસિદ્ધ કરવા–પરમ સત્યની પ્રતીતિ કરાવવા કેવી ગજબ શૈલી લીધી છે એ તો જુઓ!
પરદ્રવ્યને પર તરીકે જાણ્યું, પછી પરભાવનું ગ્રહણ ન થયું તે જ એનો ત્યાગ છે. રાગના જોડાણથી જ્ઞાનમાં જે અસ્થિરતા હતી તે જ્ઞાન, જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મામાં ઠરતાં ઉત્પન્ન ન થઈ તેને પ્રત્યાખ્યાન કહે છે. માટે સ્થિર થયેલું જ્ઞાન એ જ પ્રત્યાખ્યાન છે. જ્ઞાન સિવાય બીજો કોઈ ભાવ પ્રત્યાખ્યાનમાં નથી. જાણનાર ચૈતન્યસૂર્યમાં જ્ઞાન થંભી જાય-સ્થિર થઈ જાય એ જ પ્રત્યાખ્યાન છે.
[ પ્રવચન નં. ૭૭-૭૮
*
દિનાંક ૧૫-૨-૭૬ થી ૧૬-૨-૭૬ ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩પ
अथ ज्ञातुः प्रत्याख्याने को दृष्टान्त इत्यत आहजह णाम को वि पुरिसो परदव्वमिणं ति जाणिदुं चयदि। तह सव्वे परभावे णाऊण विमुंचदे णाणी।। ३५ ।।
यथा नाम कोऽपि पुरुषः परद्रव्यमिदमिति ज्ञात्वा त्यजति। तथा सर्वान् परभावान् ज्ञात्वा विमुञ्चति ज्ञानी।। ३५ ।।
હવે પૂછે છે કે જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કહ્યું તેનું દષ્ટાંત શું છે? તેના ઉત્તરરૂપ દષ્ટાંત-દાર્ટીતની ગાથા કહે છે:
આ પારકું એમ જાણીને પ૨દ્રવ્યને કો નર તજે, ત્યમ પારકા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે. ૩૫.
ગાથાર્થઃ- [વથા નાન] જેમ લોકમાં [ : પિ પુરુષ: ] કોઈ પુરુષ [પદ્રવ્યમ્ રૂદ્રમ્ તિ જ્ઞાત્વી] પરવસ્તુને “આ પરવસ્તુ છે' એમ જાણે ત્યારે એવું જાણીને [ત્યગતિ] પરવસ્તુને ત્યાગે છે, [ તથા] તેવી રીતે [ જ્ઞાની ] જ્ઞાની [સર્વાન] સર્વ [પરમાવાન] પરદ્રવ્યોના ભાવોને [ જ્ઞાત્વા ] “આ પરભાવ છે' એમ જાણીને [વિમુખ્યતિ] તેમને છોડે છે.
ટીકાઃ- જેમ-કોઇ પુરુષ ધોબીના ઘરેથી ભ્રમથી બીજાનું વસ્ત્ર લાવી,પોતાનું જાણી ઓઢીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની (–આ વસ્ત્ર બીજાનું છે એવા જ્ઞાન વિનાનો) થઈ રહ્યો છે; જ્યારે બીજો તે વસ્ત્રનો ખૂણો પકડી, ખેંચી તેને નગ્ન કરે છે અને કહે છે કે “તું શીધ્ર જાગ, સાવધાન થા, આ મારું વસ્ત્ર બદલામાં આવી ગયું છે તે મારું મને દે', ત્યારે વારંવાર કહેલું એ વાકય સાંભળતો તે, ( એ વસ્ત્રનાં) સર્વ ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને, “જરૂર આ વસ્ત્ર પારકું જ છે' એમ જાણીને, જ્ઞાની થયો થકો, તે (પરના) વસ્ત્રને જલદી ત્યાગે છે. તેવી રીતે-જ્ઞાતા પણ ભ્રમથી પરદ્રવ્યોના ભાવોને ગ્રહણ કરી, પોતાના જાણી, પોતામાં એકરૂપ કરીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે, જ્યારે શ્રી ગુરુ પરભાવનો વિવેક (ભેદજ્ઞાન) કરી તેને એક આત્મભાવરૂપ કરે અને કહે કે “તું શીધ્ર જાગ, સાવધાન થા, આ તારો આત્મા ખરેખર એક ( જ્ઞાનમાત્ર) જ છે, (અન્ય સર્વ પદ્રવ્યના ભાવો છે), ' ત્યારે વારંવાર કહેલું એ આગમનું વાકય સાંભળતો તે, સમસ્ત (સ્વ-પરનાં) ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #182
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
(માતિની) अवतरति न यावद् वृत्तिमत्यन्तवेगादनवमपरभावत्यागदृष्टान्तदृष्टिः। झटिति सकलभावैरन्यदीयैर्विमुक्ता स्वयमियमनुभूतिस्तावदाविर्बभूव।। २९ ।।
જરૂર આ પરભાવો જ છે' (હું એક જ્ઞાનમાત્ર જ છું)ૐ એમ જાણીને, જ્ઞાની થયો થકો, સર્વ પરભાવોને તત્કાળ છોડ છે.
ભાવાર્થ:- જ્યાં સુધી પરવસ્તુને ભૂલથી પોતાની જાણે ત્યાં સુધી જ મમત્વ રહે; અને જ્યારે યથાર્થ જ્ઞાન થવાથી પરવસ્તુ ને પારકી જાણે ત્યારે બીજાની વસ્તુમાં મમત્વ શાને રહે? અર્થાત ન રહે એ પ્રસિદ્ધ છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [વપર—માવ–ત્યા–દેન્ત–દષ્ટિ:] આ પરભાવના ત્યાગના દાન્તની દષ્ટિ, [નવમ્ અત્યન્ત–વેTI Nીવત્ વૃત્તિ ન ગવતરતિ] જૂની ન થાય એ રીતે અત્યંત વેગથી જ્યાં સુધી પ્રવૃત્તિને પામે નહિ, [તાવત] તે પહેલાં જ [ રિત્તિ] તત્કાળ [ સત્ત–માવે કન્યવી વિમુpl] સકલ અન્યભાવોથી રહિત [સ્વયમ્ રૂચમ્ અનુભૂતિ:] પોતે જ આ અનુભૂતિ તો [ ભાવિર્વમૂવ] પ્રગટ થઈ ગઈ.
ભાવાર્થ:- આ પરભાવના ત્યાગનું દષ્ટાંત કહ્યું તે પર દષ્ટિ પડે તે પહેલાં સમસ્ત અન્યભાવોથી રહિત પોતાના સ્વરૂપનું અનુભવન તો તત્કાળ થઈ ગયું; કારણ કે એ પ્રસિદ્ધ છે કે વસ્તુને પરની જાણ્યા પછી મમત્વ રહેતું નથી. ર૯.
ઉત્થાનિકા:
હવે પૂછે છે કે જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કહ્યું અર્થાત્ જ્ઞાતાસ્વભાવી ભગવાન આત્માનું પ્રત્યાખ્યાન-ચારિત્ર-રાગનો ત્યાગ એ જ્ઞાન જ કહ્યું તો તેનું દષ્ટાંત શું છે? જ્ઞાન જ્ઞાનમાં ઠરે એ જાણનાર આ આત્માનું પ્રત્યાખ્યાન છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માનું જ્ઞાન, તેની પ્રતીતિ અને તેનો અનુભવ કરી તેમાં સ્થિર થવું એટલે કે રાગથી ભિન્ન પડીને જ્યાં જ્ઞાયકનો અનુભવ કરે ત્યાં જ્ઞાન આત્મામાં સ્થિર થઈ જાય એ વીતરાગ ચારિત્ર-પ્રત્યાખ્યાન છે. આવું પ્રત્યાખ્યાન એ એક જ જીવને ક્તવ્ય છે. બીજું શું કરવું છે, ભાઈ ? શું આ કરવા જેવું નથી? વસ્તુનો જેવો જ્ઞાનસ્વભાવ છે તેવી જ્ઞાનપરિણતિ પ્રગટ કરીને એમાં ઠરવું તે એક જ કરવા લાયક છે.
ચૈતન્યસ્વભાવનું જ્ઞાન (સ્વસંવેદનશાન) થવું-આત્મજ્ઞાન થવું એ સમ્યજ્ઞાન છે, તેની પ્રતીતિ થવી કે શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ આત્મા આ જ છે તે સમ્યગ્દર્શન છે, તથા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૫ ]
[ ૧૭૧
વિકલ્પથી રહિત થઈને શુદ્ધ પરિણમન થવું તે ચારિત્ર છે. શુદ્ધતાનું પરિણમન અશુદ્ધતાના નાશ વિના થાય નહિ અને અશુદ્ધતાનો નાશ શુદ્ધતાના પરિણમન વિના થાય નહિ. વસ્તુ છે એ તો ચૈતન્યસ્વભાવી વીતરાગતાની મૂર્તિ છે. છાલામાં પણ આવે છે કે આત્મા વીતરાગ-વિજ્ઞાનસ્વરૂપ જ છે. એનો અનુભવ કરતાં પર્યાયમાં વીતરાગ-વિજ્ઞાનતા પ્રગટ થાય છે, અને તેમાં વિશેષ વિશેષ સ્થિર થતાં ચારિત્ર થાય છે. જે જ્ઞાન અસ્થિરતાને લીધે રાગમાં જોડાતું હતું તે ત્યાંથી ખસીને અંદર વીતરાગ-વિજ્ઞાનસ્વભાવમાં ઠરે છે તેને ચારિત્ર કહે છે.
વીતરાગ-વિજ્ઞાનસ્વરૂપ ચૈતન્યપિંડની દૃષ્ટિ થતાં વીતરાગ-વિજ્ઞાનનો અશં પર્યાયમાં આવે છે. અને એ વીતરાગ-વિજ્ઞાનની વધારે પુષ્ટિ-વૃદ્ધિ થતાં પચ્ચકખાણ થાય છે. પરંતુ મૂઢ અજ્ઞાની જીવ આ અંતરના આચરણને જાણતો નથી. લોકોને આગમનીબહારની પદ્ધતિ ખ્યાલમાં આવે છે, પરંતુ અધ્યાત્મનો વ્યવહાર શું છે એની ખબર પડતી નથી. પંડિત શ્રી બનારસીદાસ પરમાર્થવચનિકા' માં કહે છે કે- જ્ઞાતા તો મોક્ષમાર્ગ સાધી જાણે છે, મૂઢ મોક્ષમાર્ગ સાધી જાણે નહિ. શા માટે? તે સાંભળોઃ-મૂઢ જીવ આગમપદ્ધતિને વ્યવહાર કહે છે અને અધ્યાત્મપદ્ધતિને નિશ્ચય કહે છે, તેથી તે આગમ અંગને એકાંતપણે સાધી મોક્ષમાર્ગ દર્શાવે છે; અધ્યાત્મઅંગને વ્યવહારથી પણ જાણે નહિ એ મૂઢદષ્ટિ જીવનો સ્વભાવ છે; તેને એ જ પ્રમાણે સૂઝે છે. શાથી? કારણ કે આગમઅંગ બાહ્યક્રિયારૂપ પ્રત્યક્ષ-પ્રમાણ છે, તેનું સ્વરૂપ સાધવું એને સુગમ છે, બાહ્યક્રિયા કરતો થકો મૂઢ જીવ પોતાને મોક્ષનો અધિકારી માને છે, પણ અંતર્ગર્ભિત અધ્યાત્મક્રિયા જે અંતદષ્ટિગ્રાહ્ય તે ક્રિયાને મૂઢ જીવ જાણે નહિ, કારણ અંતર્દષ્ટિના અભાવથી અંતરક્રિયા દષ્ટિગોચર આવે નહિ.'
અજ્ઞાની દયા-દાન, વ્રત-ભક્તિના ભાવને વ્યવહાર કહે છે અને જે આત્માનું ત્રિકાળ સ્વરૂપ છે તેની શ્રદ્ધા-જ્ઞાનની પરિણતિને નિશ્ચય કહે છે. તેથી વ્યવહાર–દયાદાન, વ્રત-ભક્તિ અને પૂજાના વિકલ્પને સાધી મોક્ષમાર્ગ માને છે. પરંતુ ત્રિકાળી જ્ઞાયભાવ એ નિશ્ચય અને તેની શુદ્ધ પરિણતિ-રાગ વિનાની સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની વીતરાગ પરિણતિ થવી તે અધ્યાત્મનો વ્યવહાર છે એનો મૂઢ જીવને ખ્યાલ નથી.
આત્મા શુદ્ધ સચ્ચિદાનંદમૂર્તિ છે. સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદનો સાગર ભગવાન આત્મા છે. એમાં વીતરાગ-વિજ્ઞાનમય જે રમણતા થાય તેને અધ્યાત્મનો વ્યવહાર કહે છે, પણ અજ્ઞાનીને આની ખબર નથી, તેથી બાહ્ય પ્રત્યક્ષ-પ્રમાણરૂપ વ્રત, તપ, પૂજા, ભક્તિ ઇત્યાદિ ભાવને જોઈને તેને જ અધ્યાત્મનો વ્યવહાર માની બેસે છે. અનાદિથી તે બાહ્ય ક્રિયાકાંડ-વ્રત, નિયમ આદિ પાળે છે તેથી તેનું સ્વરૂપ સાધવું એને સુગમ છે, પરંતુ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ કરીને તેમાં ઠરવું એવી વીતરાગી અધ્યાત્મ વ્યવહારક્રિયાને એ જાણતો નથી.
ભગવાન આત્મા ત્રિકાળ ધ્રુવ શુદ્ધ દ્રવ્યવસ્તુ નિત્યાનંદ પ્રભુ અક્રિયસ્વરૂપે છે. પરિણમવું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭ર ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૨
કે બદલવું એ ક્રિયા એનામાં નથી. પરિણમવું કે બદલવું એ તો અવસ્થા-પર્યાયમાં છે. આવો ત્રિકાળી ધ્રુવ અક્રિયસ્વરૂપ આત્મા તે નિશ્ચય છે અને તેના અવલંબને મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર છે. રાગથી ભિન્ન અંદર સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન ધ્રુવ પડ્યો છે એ તો અક્રિય છે. પરિણમવાની ક્રિયા એમાં નથી. આવા ધ્રુવ અક્રિયસ્વરૂપ ભગવાનને અવલંબીને એમાં જ ઠરવું એ મોક્ષમાર્ગ છે. એ નિશ્ચયમોક્ષમાર્ગ તે અધ્યાત્મનો વ્યવહાર છે. શું કહ્યું? શુદ્ધ દ્રવ્યવહુ એ નિશ્ચય અને તેના આશ્રયે મોક્ષમાર્ગ પ્રગટે તે વ્યવહાર. શુભરાગરૂપ વ્યવહાર મોક્ષમાર્ગની આ વાત નથી હોં. અહીં તો કેવળજ્ઞાનસ્વભાવી આનંદનો ગોળો પ્રભુ શુદ્ધ, ધ્રુવ અક્રિય વસ્તુ જેમાં બદલવું-પરિણમવું નથી તે નિશ્ચય અને પર્યાયમાં જે નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થાય તે વ્યવહાર છે. આવો માર્ગ છે, ભાઈ ! અરે! ૮૪ ના અવતારમાં રખડતાં એને આ વાત મળી જ નથી ! અહા ! ઘરમાં છે છતાં પોતે કોણ છે એની ખબર નથી !
અહીં કહે છે કે-જેમ સાકર ગળપણસ્વરૂપ, અફીણ કડવાસ્વરૂપ અને મીઠું ખારાસ્વરૂપ છે તેમ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાતા-દષ્ટા છે. આવા જ્ઞાનસ્વભાવનું ભાન કરીને, શ્રદ્ધાન કરીને તેમાં કરવું તે પ્રત્યાખ્યાન છે. અને એ નિર્મળ વીતરાગ પરિણતિને જ ચારિત્ર અને મોક્ષમાર્ગ કહે છે. અહાહા ! ત્રણે કાળ જેમાં જન્મમરણ અને જન્મ-મરણના ભાવનો અભાવ છે એવો ભગવાન આત્મા છે. કોઈને એમ થાય કે આ શું કહે છે? પણ ભાઈ ! આ તો તારા નિજ ઘરની વાત છે. નિજઘરમાં તો જ્ઞાન અને આનંદનાં નિધાન પડ્યો છે ને! આ શરીર તો હાડકાં અને માંસનું પોટલું પરચીજ છે. હિંસા, ચોરી આદિ પાપભાવ છે, અને દયા-દાનના ભાવ પુણ્ય છે. આ બધાયથી તું ભિન્ન છે. આવા આત્માનું ભાન કરી એમાં ઠરવું એ પ્રત્યાખ્યાન છે.
હવે શિષ્ય પૂછે છે કે પ્રભો ! આપે તો જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કહ્યું. બે હાથ જોડે એ તો જડની ક્રિયા થઈ, અને જે વિકલ્પ ઊઠે છે એ રાગની ક્રિયા છે; એ કાંઈ પ્રત્યાખ્યાન નથી. જ્ઞાનસ્વરૂપ ભગવાનની પ્રતીતિ કરી, અનુભવ કરી એમાં જ રમણતા અને સ્થિરતા કરવી એ પ્રત્યાખ્યાન છે એમ આપે કહ્યું. તો તેનું દષ્ટાંત શું છે? તેના ઉત્તરરૂપે દષ્ટાંત અને સિદ્ધાંત ગાથા દ્વારા કહે છે:
* ગાથા ૩પ : ટીકા ઉપરનું પ્રવચન *
અહીં ધોબીનું દષ્ટાંત આપે છે. જેમ-કોઈ પુરુષ ધોબીને ત્યાં પહેલાં આપેલું વસ્ત્ર લેવા ગયો. ધોબીને તે વસ્ત્ર હાથ નહિ આવવાથી તેને બીજાં વસ્ત્ર આપ્યું. એટલે તે ભ્રમથી બીજાનું વસ્ત્ર લાવી પોતાનું જાણી-માની નિશ્ચિત થઈને વસ્ત્ર ઓઢીને સૂતો છે, અને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે અર્થાત્ આ બીજાનું વસ્ત્ર છે એવા જ્ઞાન વિનાનો થઈ રહ્યો છે હવે જેનું આ વસ્ત્ર હતું એ બીજો પુરુષ ધોબીને ત્યાં આવ્યો અને પોતાનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૫ ]
[ ૧૭૩
વસ્ત્ર માગ્યું. પૂછપરછ કરતાં ખબર પડી કે હમણાં જ કોઈ ભાઈ એ વસ્ત્ર ભૂલથી લઈ ગયા છે. ત્યારે તે બીજો પુરુષ સીધો જ પેલા પુરુષના ઘેર જઈ, તેને તે વસ્ત્ર ઓઢીને સૂતેલો જોઈ તે વસ્ત્રનો ખૂણો પકડી, ખેંચી તેને ઉઘાડો કરે છે, કહે છે કે “ભાઈ ! તું શીધ્ર જાગ, સાવધાન થા. આ વસ્ત્રનું ચિહ્ન જો. આ વસ્ત્ર મારું છે તે ભૂલથી બદલાઈને તારી પાસે આવ્યું છે. તો એ મારું વસ્ત્ર મને આપી દે.” આમ એક-બે વાર નહિ પણ વારંવાર કહેલા તે વાક્યને સાંભળતો તે પુરુષ સાવધાન થઈને વસ્ત્રનાં સર્વ ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને, “આ વસ્ત્ર મારું નથી, મારા વસ્ત્રના છેડે તો મેં મારું નામ સીવી રાખ્યું છે તે અહીં નથી તેથી જરૂર આ વસ્ત્ર પારકું જ છે”—એમ જાણીને જ્ઞાની થયો થકો એટલે સંસારનો ડાહ્યો થયો થકો તે વસ્ત્રને જલદી ત્યાગે છે, છોડી દે છે. ભલે વસ્ત્ર હજુ દૂર થયું ન હોય, પણ જ્યાં પર તરીકે જાણ્યું ત્યાં તરત જ પોતાપણાની બુદ્ધિ છૂટી જાય છે, અને જે ભ્રમ હતો કે આ વસ્ત્ર મારું છે એમ ભ્રમ ભાંગી જાય છે.
તેવી રીતે-આ જ્ઞાતા ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ જ્ઞાનથી ભરેલો દરિયો છે. એ અનંત જ્ઞાનસ્વભાવના સામર્થ્યથી ભરેલો ભગવાન જ્ઞાતા છે. તે જાણનારજાણનાર-જાણનાર છે. છતાં તે જેને જાણે છે તે પરચીજને-આ સ્ત્રી, કુટુંબ વગેરે તો ઠીક પણ અંદરમાં કર્મના સંગે-વશે થતા પુણ્ય-પાપના વિકારી ભાવો જે પરદ્રવ્યના ભાવો છે તેને, બીજાના વસ્ત્રની જેમ, પોતાના માની ગ્રહણ કરે છે. પોતે તો જાણનાર સ્વરૂપે છે, છતાં પણ પરદ્રવ્યના ભાવોને ગ્રહણ કરી પોતાના માને છે. જ્ઞાન અને આનંદ જે સ્વદ્રવ્યનો ભાવ છે તેને કદીય જોયો નથી તેથી દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ વિકારી પરિણામ મારા પોતાના છે એમ માને છે.
જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા ચૈતન્યપ્રકાશના નૂરના તેજનું પૂર છે. તેના અંતરમાં જ્ઞાન અને આનંદ ભરેલા છે. આવો જ્ઞાતા ભગવાન પોતાને ભૂલી ભ્રમથી પરદ્રવ્યના ભાવોને પોતાના માની અનાદિથી જન્મ-મરણની ઘટમાળમાં ફર્યા કરે છે. અનાદિથી અજ્ઞાની સ્વદ્રવ્યના સ્વરૂપને છોડી દઈ પુણ્ય-પાપના વિકલ્પો જે પરદ્રવ્યના ભાવો છે તેમને ભ્રમથી પોતાના માની ગ્રહણ કરે છે. પોતાનો સ્વભાવ તો જાણવું-દેખવું છે. પણ સ્વભાવનું ભાન નહિ હોવાથી ભ્રમથી પરદ્રવ્યના ભાવોને પોતાના જાણી ગ્રહણ કરે છે. જુઓ, અહીં “ભ્રમથી” કહ્યું છે, “કર્મથી” કહ્યું નથી. અહાહા ! જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન બ્રહ્મને ભ્રમ થયો છે તેથી પોતાને છોડીને પરદ્રવ્યના ભાવો-દયા, દાન, ભક્તિ આદિ પુણ્યભાવો અને હિંસા, જૂઠ, ચોરી, આદિ પાપભાવોને ગ્રહણ કરે છે અને પોતાના માની અજ્ઞાની થઈ રહ્યો છે. બિચારો શું કરે? તેને ઉપદેશ પણ એવો જ સાંભળવા મળે છે કેપુણ્ય કરો, પુર્ણ કરવાથી ધર્મ થાય છે. પરંતુ આ યથાર્થ ઉપદેશ નથી.
ભાઈ ! પુણ્યભાવ જે દયા, દાન, ભક્તિ, વ્રત, તપ, પૂજા, જાત્રા, વગેરેના ભાવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
તે રાગ છે (ધર્મ નથી), અને તે રાગને જે પોતાના માને તે મિથ્યાદષ્ટિ છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા પ્રગટ થતી નથી ત્યાંસુધી સમ્યગ્દષ્ટિને પણ શુભરાગ હોય છે ખરો, પરંતુ વ્યવહાર છે અને તે આશ્રય કરવા લાયક નથી. નિશ્ચય અને વ્યવહાર બને ઉપાદેય (આશ્રય કરવા યોગ્ય) નથી. વ્યવહાર હોય છે ખરો, પણ તે આદરણીય નથી. વ્યવહારનયને જો ન માને તો તીર્થનો જ નાશ થાય અને જો નિશ્ચયનયને ન માને તો તત્ત્વનો નાશ થાય. તેથી ગુણસ્થાન આદિ ભેદો જે વ્યવહાર છે તે હોય છે ખરો, પરંતુ તે આદરવા લાયક નથી. તથા એ વ્યવહારથી નિશ્ચય થાય એમ પણ નથી.
અહીં એ જ વાત કહે છે કે પોતાનું સ્વરૂપ તો જ્ઞાન જ છે. પરંતુ અજ્ઞાની સ્વરૂપને ભૂલીને ભ્રમથી રાગાદિ વિભાગોને ગ્રહણ કરી તેમને પોતાના જાણીને પોતામાં એકરૂપ કરીને સૂતો છે. અનાદિથી અજ્ઞાની જીવ એકલા જ્ઞાનનો પિંડ પ્રભુ આત્મા છે તેને છોડી દઈને પુણ્ય-પાપના ભાવ જે ધર્મથી વિરુદ્ધ એટલે અધર્મ છે તેમને પોતાના જાણીને, તેમને પોતાના સ્વભાવમાં એકરૂપ રીને સૂઈ રહ્યો છે, ઊંઘી ગયો છે; અને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. કર્મથી અજ્ઞાની થઈ રહ્યો છે એમ નથી, પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. કહ્યું છે ને કેઃ
અપનેકો આપ ભૂલકે હેરાન હો ગયા.”
પોતાની ચીજ સચ્ચિદાનંદ પ્રભુ આનંદકંદ જ્ઞાયક છે. તેને છોડીને અજ્ઞાની દેહાદિ જે પરવસ્તુ જડ અજીવસ્વરૂપ છે તેને અને અંદરમાં જે પુણ્ય-પાપના વિકાર થાય છે તેને પોતાના માની મોહનિંદમાં સૂઈ રહ્યો છે. ભગવાન આત્મા તો અબંધસ્વભાવ છે, અને જે પુણ્ય-પાપના ભાવ છે એ ભાવબંધ છે, આમ્રવરૂપ છે. છતાં તે ભાવોને પોતાના જાણી, પોતાથી એકરૂપ માની પોતે પોતાથી જ અજ્ઞાની થઈ રહ્યો છે; કર્મથી અજ્ઞાની થઈ રહ્યો છે એમ નથી.
આ દેશ, મકાન અને છોકરાં એ તો કયાંય દૂર રહ્યાં. અહીં વર્તમાન દશામાં કર્મના સંગથી જે પુણ્ય-પાપના ભાવો ઉત્પન્ન થાય છે તે પરદ્રવ્યના ભાવો છે એમ કહ્યું છે. કારણ કે પરમાત્મદશા થતાં તે ભાવો છૂટી જાય છે અને જ્ઞાનાનંદસ્વરૂપ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા રહી જાય છે. ભાઈ ! તારો દેશ તો અસંખ્ય પ્રદેશી દ્રવ્ય અંદર છે, અને તેમાં અનંત અનંત ગુણની પ્રજા વસે છે. રાગ કે પુણ્ય-પાપના વિકલ્પો એ પોતાનો સ્વભાવ કે સ્વભાવની જાતના નથી. તેઓ તો ચંડાળની જેમ વિકાર-વિભાવની જાતના છે. એમનો વસ્તુમાં પ્રવેશ છે જ નહિ. છતાં અનાદિથી ચૈતન્ય ભગવાન પોતાની જ્ઞાનઆનંદની સ્વરૂપસંપદાને ભૂલીને પુણ્ય-પાપના વિકલ્પોને પોતાના જાણીને, એમાં જ એકરૂપ થઈને સૂતો છે, અને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. જાઓ, દર્શનમોહનો ઉદય આવ્યો તેથી અજ્ઞાની થયો છે એમ નથી લીધું. પરંતુ રાગાદિ પુણ્ય-પાપના મેલને પોતાનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #187
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૫ ]
[ ૧૭૫ માનીને પોતાની મેળે અજ્ઞાની થયો છે. તોપણ અજ્ઞાનીને એવી માન્યતા થઈ ગઈ છે કે કર્મને લઈને બધું થાય છે. દોષ કરે છે પોતે, પણ નાખે છે કર્મના માથે. પણ ભાઈ ! કર્મનો કાંઈ વાંક નથી. આવે છે ને કે
કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ; અગ્નિ સહે ઘનઘાત લોકી સંગતિ પાઈ.”
એકલી અગ્નિને માથે ઘણ ન પડે. પણ જો તે લોઢાનો સંગ કરે તો ઘણું પડે. તેમ આ આત્મા જો રાગનો સંગ કરે અને એમાં એકાકાર થાય તો ચારગતિનાં દુઃખ ભોગવે.
અહહા! શું ખૂબીથી વાત કરી છે! કે જેમ કોઈ પુરુષ ધોબીને ત્યાંથી બીજાનું વસ્ત્ર લઈ આવ્યો અને ભ્રમથી પોતાનું જાણી ઓઢીને સૂતો છે તેમ આ ભગવાન આત્મા પોતાની ચૈતન્યની જાતના નહિ એવા પરભાવમય શુભ-અશુભ રાગને ગ્રહણ કરી, ભ્રમથી પોતાના જાણીને, પોતાની સાથે એકરૂપ કરી સૂતો છે. ચૈતન્ય પ્રભુ તો નિર્વિકલ્પઘન છે. પરંતુ પર્યાયમાં રાગની-વિકલ્પની દશા સાથે એકરૂપ થઈ અનાદિથી સૂતો છે. પૈસા, દેશ, શરીર ઇત્યાદિ મારાં છે એવી માન્યતા તો ગાઢ મૂઢતા છે. પરંતુ અહીં તો રાગની વૃત્તિ જે મેલમય છે અને જે આત્મસ્વભાવમાં નથી એને પોતાની માનીને સૂતો છે તે પણ મૂઢ છે એ વાત છે. ચૈતન્યદળ પ્રભુ આત્મામાં એવી તાકાત છે કે તે એક સમયમાં સમગ્ર લોકાલોકને જાણે. પરંતુ રાગને રચવાની તેના સ્વભાવમાં તાકાત નથી. ભગવાન આત્મા અંદર અનંત આનંદ અને વીતરાગી શાંતિનું દળ છે. પણ કોઈ દિવસ સાંભળ્યું હોય ત્યારે ને? બિચારો બહારની ધામધૂમમાંથી નવરો જ થતો નથી. તેથી પોતે પોતાની મેળે અજ્ઞાની થયો થકો ચારગતિમાં રખડપટ્ટી કરે છે.
ભાઈ ! વીતરાગી પ્રભુનો માર્ગ, ધર્મનો માર્ગ જગતથી જુદો છે. પરની દયા પાળવાનો ભાવ આવે છે તે શુભરાગ છે. પરંતુ એથી પરની દયા કોઈ પાળી શકે છે એમ નથી. કારણ કે પરવસ્તુ છે તે (પરિણમનમાં) સ્વતંત્ર છે. તેની દશાનો ર્તા તે પોતે છે. તેથી બીજો કોઈ એમ કહે કે હું આને જિવાડું કે મારું તો એ માન્યતા મિથ્યા ભ્રમ છે, અને તે અજ્ઞાની છે, મૂઢ છે. ભાઈ ! તું તો જ્ઞાન છે ને! તું જાણવાની ભૂમિકામાં રહે એવું તારું સ્વરૂપતત્ત્વ છે. જાણનાર શું કરે? શું તે રાગ કરે? રાગનોવિકારનો તો તારા સ્વભાવમાં અભાવ છે. છતાં દયા, દાન આદિ પરદ્રવ્યના ભાવોને એકરૂપ કરી મિથ્યાત્વમાં અનાદિથી સૂતો છે એ મોટું અજ્ઞાન છે.
ભગવાન આત્મા અનાદિથી પોતાની ચીજને ભૂલીને કૃત્રિમ, ક્ષણિક, ઉપાધિમય એવા પુણ્ય-પાપના ભાવોને પોતાના માની પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. તેને શ્રીગુરુ પરભાવનો ભેદ કરી બતાવે છે કે-ભાઈ ! તું ચૈતન્યસ્વરૂપ જ્ઞાનસંપદાથી ભરેલો ભંડાર છે. આ રાગના વિકલ્પોથી તારી ચીજ ભિન્ન છે. તું તારું લક્ષણ જો. તારું લક્ષણ તો જાણવું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
છે. રાગ એ તારું લક્ષણ નથી. શ્રીગુરુ પરભાવનો વિવેક કરી બતાવે છે, એનો અર્થ એ થયો કે ગુરુ તેને કહેવાય કે જે રાગથી આત્મા ભિન્ન છે એમ કહી ભેદજ્ઞાન કરાવે. રાગ કરવા જેવો છે કે રાગથી લાભ (ધર્મ) થાય-એવો જે ઉપદેશ આપે તે જૈનના ગુરુ નહિ પણ અજ્ઞાની છે. આત્મજ્ઞાનની અનુભવદશા જેને થઈ છે તે સાચા ગુરુ છે. આવા સાચા ગુરુ પરભાવને હૈય કરી બતાવે છે કે-ભાઈ! જ્ઞાન અને આનંદ એ તારું સ્વરૂપસત્ત્વ છે, પુણ્ય-પાપના કૃત્રિમ વિકલ્પો એ તારી ચીજ નથી. ધર્માત્માનો આવો ઉપદેશ, રાગને પોતાથી એક કરી માનીને બેઠો છે એવા અજ્ઞાનીને ભેદજ્ઞાન કરાવે છે.
જેમને ચૈતન્યસ્વભાવના આશ્રયે વીતરાગી પરિણિત થઈ છે તે શ્રીગુરુ ધર્માત્મા છે. તે મોક્ષમાર્ગને પામેલા છે. તેઓ ૫૨ભાવોને હૈય કરીને, અજ્ઞાનીને રાગ અને ત્રિકાળસ્વભાવની ભિન્નતાનો વિવેક કરાવે છે. જેમ ફોતરાં અને કસ બન્ને જુદી ચીજ છે, તેમ ભગવાન આનંદનો નાથ ચિદાનંદ પ્રભુ આત્મા કસ છે અને જે રાગના વિકલ્પો ઊઠે છે તે ફોતરાં છે. એ બન્ને ભિન્નભિન્ન છે. જ્યારે સૂપડામાં કસ અને ફોતરાં જલદી છૂટાં ન પડે ત્યારે જેમ ધબ્બો મારીને છૂટાં પાડે છે તેમ અહીં શ્રીગુરુ ધબ્બો મારીને જે બન્નેને એકાકાર માને છે તેને ભેદજ્ઞાન કરાવે છે, અને એક આત્મભાવરૂપ કરે છે.
ભાઈ! જાણવું-દેખવું એ તારો સ્વભાવ છે. તારું સ્વરૂપ પ્રજ્ઞાબ્રહ્મ છે. રાગ એ તારી ચીજ નથી. રાગ અને પ્રજ્ઞાસ્વભાવ ભિન્નભિન્ન છે. આ શરીર તો જડ માટી-ધૂળ છે. શરીર ચાલે કે વાણી નીકળે એ આત્માથી નથી. તેમ આ પુણ્ય-પાપના ભાવ પણ જડ અચેતન અને અંધકારરૂપ છે, જ્યારે ભગવાન આત્મા પ્રકાશમૂર્તિ પ્રભુ ચૈતન્યસૂર્ય છે. ચૈતન્યનો પ્રકાશ અને રાગ અંધકાર એ બન્ને ભિન્નભિન્ન છે. આ પ્રમાણે યથાર્થ ઉપદેશ કરી શ્રીગુરુ રાગ અને સ્વભાવનો ભેદ બતાવી વિવેક-ભેદજ્ઞાન કરાવે છે. બાપુ ! માર્ગ તો આવો છે. કોઈને બેસે કે ન બેસે તેથી સત્ય ફરી જાય નહિ.
જે રીતે દષ્ટાંતમાં અજ્ઞાની પુરુષ બીજાના વસ્ત્રને પોતાનું માની સૂતો છે તેને બીજો પુરુષ કે જેનું વસ્ત્ર છે તે જ્ઞાન કરાવે છે કે-ભાઈ! આ વસ્ત્ર તારું નથી, તું ભ્રમથી એને પોતાનું માની બેઠો છે. તેમ અજ્ઞાની પણ પરભાવરૂપ વિકલ્પોને-રાગને પોતાના માની તેમાં એકાકાર થઈને સૂતો છે. તેને શ્રીગુરુ રાગ અને આત્માનો ભેદ કરી વિવેક કરાવે છે, અને એક આત્મભાવરૂપ કરે છે. શ્રીગુરુ સમજાવે કે-ભાઈ! જ્ઞાન અને આનંદથી ભરેલો તું પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપે છે. રાગ તારી પોતાની ચીજ નથી. જે ચીજ પોતાની હોય તે જુદી પડે નહિ અને જે જુદી પડે તે ચીજ પોતાની નહિ. જો, આત્મા અંદર ધ્યાન કરીને પરમાત્મા થાય છે ત્યારે રાગ રહેતો નથી, રાગ છૂટો પડી જાય છે. માટે જાણનાર–દેખનાર આત્માથી તે ભિન્ન ચીજ છે. રાગ તારામાં નથી અને તું રાગમાં નથી. બન્ને ચીજ તદ્દન ભિન્ન ભિન્ન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૫ ]
[ ૧૭૭
જેમ નાળિયે૨માં ઉપરનાં છાલાં તેમ જ કાચલી છે તે નાળિયેર નથી. તથા તે કાચલી તરફની લાલ છાલ છે તે પણ નાળિયેર નથી. અંદર ધોળો અને મીઠો ગોળો છે તે નાળિયેર છે. તેમ આ શરીર છે તે ઉપરનાં છાલાં છે, અંદર જે કર્મ છે તે કાચલી છે તથા જે દયા, દાન, ભક્તિ, કામ, ક્રોધ આદિ પુણ્ય-પાપના જે ભાવ તે લાલ છાલ છે. અને અંદ૨ આનંદનો શુદ્ધ ગોળો છે એ ભગવાન આત્મા છે. જેમ ધોળો અને મીઠો ગોળો તે નાળિયેર છે એમ જ્ઞાનાનંદ શુદ્ધ ગોળો એ આત્મા છે. આમ સર્વ ભિન્ન ભિન્ન છે. આવો સંતોનો ઉપદેશ છે. જન્મ-મરણ રહિત થવાની ચીજ તો જગતથી જુદી છે. ભાઈ ! તું જન્મ-મરણ કરીને અનાદિથી દુઃખી થઈ રહ્યો છે છતાં તને થાક નથી લાગ્યો ? શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કેઃ
‘ અનંતકાળથી આથડયો વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને મૂકયાં નહિ અભિમાન.’
આત્મા જ્ઞાનરસ-ચૈતન્યરસથી પરિપૂર્ણ ભરેલું તત્ત્વ છે. તે સત્ છે, અને જ્ઞાન આનંદ તેનું સત્ત્વ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવ કે હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ અશુભભાવ જે થાય છે તે વિકાર છે. તે આત્માનું સત્ત્વ નથી. આત્મા અને રાગ ભિન્નભિન્ન સત્ત્વ છે. બલ્કે રાગ તો બેડી સમાન છે. અશુભ રાગ લોઢાની બેડી છે તો શુભરાગ સોનાની; પણ છે તો બન્નેય બેડી. શુભરાગ પણ બેડી છે, ભલો નથી. પ્રભુ! તારી પ્રભુતાને તો એકવાર જાણ. જાણવું-દેખવું અને આનંદ એ તારી પ્રભુતા છે. એ તારા તત્ત્વનું સત્ત્વ છે. આત્મા અનાદિ-અનંત વસ્તુ છે. જે વસ્તુ છે તે ઉત્પન્ન થતી નથી તેમ જ એનો નાશ પણ થતો નથી. છતાં અજ્ઞાની અનાદિથી શું કરી રહ્યો છે? પ્રતિસમય નવા નવા થતા પુણ્ય-પાપના ભાવને પોતાના માની સૂતો છે. તેને શ્રીગુરુ કહે છે કે-પ્રભુ! તારી ભૂલ થાય છે. જે ચીજ ક્ષણિક છે અને જે ચીજ તારામાં નથી તેને પોતાની માનીને સૂતો છે એ મોટી ભૂલ છે.
શ્રીમદ્ રાજચંદ્ર એકવાર કહેતા હતા કે આત્માના ગુણોનો જેમ પાર નથી તેમ એના અપલક્ષણોનો પણ પાર નથી. પોતાની જાતને ન જાણવી અને રાગ તથા પુણ્યપાપને પોતાના માનવા એ અપલક્ષણ છે. જ્ઞાન નિજ લક્ષણ છે. તેને ઠેકાણે રાગને પોતાનું સ્વરૂપ માનવું તે અપલક્ષણ છે. ભાઈ! માર્ગ તો આવો છે, બાપુ. ભલે તને ન બેસે, પણ તારી ચીજ આવી છે, નાથ! કેટલાક કહે છે કે સંસ્કાર સુધારો. પણ એ તો કોલસાને સુધારવા જેવું છે. કોલસાને સુધારતાં કાળપ નીકળશે. પરંતુ જો ધોળાશ જોઈતી હોય તો તેને બાળવો પડશે. તેમ જો સુધારો કરવો હોય તો પુણ્ય-પાપના ભાવ મારા નથી એમ જાણી બાળી નાખ. નહીં તો સુધારો થશે નહિ. ભગવાન! મોક્ષનો માર્ગ કોઈ અલૌકિક ચીજ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
દયા પાળવી, વ્રત કરવા અને દેશની સેવા કરવી એમાં લોકો ધર્મ માની બેઠા છે. પણ બાપુ! એમાં ધૂળેય ધર્મ થતો નથી. આત્માની તે કદી સેવા કરી નથી તેથી તને ધર્મ થયો નથી.
ભૂલ કેમ છે અને તે કેમ ટળે? અનાદિથી જીવ પુણ્ય-પાપના ભાવને પોતાથી એકપણે માનીને સૂતો છે અને પોતે પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. કર્મોએ તેને અજ્ઞાની કરાવ્યો છે એમ નથી. આવા અજ્ઞાનીને શ્રીગુરુ ભેદજ્ઞાન કરાવે છે કે ભાઈ ! તું તો વીતરાગ-વિજ્ઞાનનો ઘન છે. તારી ચીજમાં તો એકલાં જ્ઞાન અને આનંદ ભર્યા છે. રાગ જ્યાં તારી ચીજ નથી, તો પછી શરીર, બાયડી, છોકરાં ઇત્યાદિ તારાં કયાંથી હોય? તેથી પર જડની તો અહીં વાત જ લીધી નથી. અહીં તો રાગથી ભિન્નતા બતાવનારી ઉથલ-પાથલની વાત છે. કહે છે કે પુણ્ય-પાપના પરિણામને તું પોતાના માને છે તે માન્યતાને ઉથલાવી નાખ. ભાઈ ! આ કાંઈ ભાષા બોલવાથી થઈ જાય એમ નથી. નિજ ચૈતન્યસ્વભાવથી એકપણું કરી અંતર પરિણમન કરવું જોઈએ.
ભગવાન! તું આનંદનો નાથ પ્રભુ રાગમાં એકપણું માની સૂતો છે તે તને શોભે છે? તું તો જાણનાર-દેખનાર સ્વરૂપ છે. પુણ્ય-પાપના વિકલ્પો એ તારા નથી. તું એમાં નથી. માટે તું શીધ્ર જાગ. શ્રીગુરુ કહે છે કે-જાગ રે જાગ, ભાઈ! હવે તું રાગમાં બહુ સૂતો છે, અનાદિથી તું રાગની સોડ તાણી સૂતો છે. હવે શીધ્ર જાગ. હળવે-હુળવે એમ નહિ, પણ શીધ્ર જાગ. સાવધાન થા. આ તારો આત્મા એક જ્ઞાનમાત્ર જ છે. જાણવુંજાણવું-જાણવું એવા જાણકસ્વભાવના તત્ત્વનું તું સત્ત્વ છે, જ્ઞાનમાત્ર કહેતાં રાગ નહિ પણ તેમાં અનંત આનંદ, શાન્તિ, પ્રભુતા, સ્વચ્છતા ઇત્યાદિ અનંત શક્તિ આવી જાય છે. આમ શ્રીગુરુ પરભાવથી ભેદજ્ઞાન કરાવી (અજ્ઞાનીને) એક આત્મભાવરૂપ કરે છે.
અહાહા! આમાં તો શ્રીગુરુ-જૈનના ગુરુ-દિગંબર સંત-નિગ્રંથ ગુરુ કેવો ઉપદેશ આપે છે એ પણ આવી જાય છે. આનો અર્થ એમ થાય છે કે જૈનના ગુરુ એને કહેવાય કે જે એમ ઉપદેશ આપે કે રાગથી આત્મા ભિન્ન છે, રાગથી આત્માને કિંચિત્ પણ લાભ કે ધર્મ થાય નહીં. પરંતુ જે રાગથી ધર્મ થવાનું કહે તે સાચા જેનગુરુ નથી પણ અજ્ઞાની કુગુરુ છે. દિગંબર નિગ્રંથ ગુરુ તો અજ્ઞાનીને રાગાદિ પરભાવથી વિવેક કરાવે છે કેભગવાન! પુણ્ય-પાપના જે ભાવ ઉત્પન્ન થાય તે આત્માની ચીજ નહિ, એ તો આત્માનો ઘાત કરનારી ચીજ છે. ભગવાને સાત તત્ત્વ કહ્યાં છે કે નહિ? તો તેમાં દયા, દાન, વ્રત, ભક્તિ, ઇત્યાદિ ભાવ પુણ્યતત્ત્વ છે, અને હિંસા, ચોરી આદિના ભાવ તે પાપતત્ત્વ છે. તથા તે બન્નેથી ભિન્ન એકરૂપ જ્ઞાયકભાવ છે તે જીવતત્ત્વ છે. અહાહા ! શરીર, વાણી, ઇત્યાદિ અજીવ તત્ત્વ છે એ તો કયાંય દૂર રહ્યા, પરંતુ અહીં તો જે રાગ થાય છે તે કૃત્રિમ, ક્ષણિક, ઉપાધિમય મલિનભાવથી તારી જ્ઞાયક ચીજ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૫ ]
[ ૧૭૯
ભિન્ન છે એમ શ્રીગુરુ ભેદજ્ઞાન કરાવી જીવને એક આત્મભાવરૂપ કરે છે. અહો! જ્ઞાનીઓનો ઉપદેશ પરભાવથી ભેદ કરાવી જીવને આત્મભાવરૂપ કરે છે!
અરેરે ! એણે અનંતકાળથી આમ ને આમ પોતાની મૂળ ચીજને સમજ્યા વિના બધું ગુમાવ્યું છે. છઠ્ઠઢાળામાં આવે છે ને કે:
“મુનિવ્રત ધા૨ે અનન્તવા૨ ગ્રીવક ઉપજાયો; પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાૌ.”
અનંતવાર વ્રત, તપ, ભક્તિ, પૂજા કરીને મરી ગયો, પરંતુ આત્માનું જ્ઞાન કર્યું નહિ તેથી કિંચિત્ સુખની પ્રાપ્તિ ન થઈ. રાગનું જ્ઞાન ન કર્યું એમ નહિ પણ (રાગથી ભિન્ન ) આત્માનું જ્ઞાન-ચૈતન્યનું જ્ઞાન ન કર્યું તેથી સુખી ન થયો અને ચારગતિમાં રખડયો. અહાહા ! દિગંબર મુનિ થયો, ૨૮ મૂળગુણ પાળ્યા, મહાવ્રતાદિ પાળ્યાં; પણ એમાં કયાં ધર્મ હતો ? એ તો રાગ, વિકલ્પ અને આસ્રવભાવ હતો. દુ:ખ અને આકુળતા હતાં. એનાથી ભિન્ન આત્માના જ્ઞાન વિના સુખ કયાંથી થાય?
તેને હવે શ્રી ગુરુ કહે છે કે-ભાઈ! શીઘ્ર જાગ, ઊઠ. અનંતકાળથી પુણ્ય-પાપને પોતાનાં માની મિથ્યાત્વમાં સૂઈ રહ્યો છે તો હવે જલદી જાગ. આ ટાણાં આવ્યાં છે, માટે સાવધાન થા-સાવધાન થા. રાગ તારી ચીજ નથી તેથી રાગમાં સાવધાની છે તે છોડીને હવે સ્વરૂપમાં સાવધાન થા. જે વ્યવહારમાં સાવધાન છે તે નિશ્ચયમાં ઊંઘે છે અને જે નિશ્ચયમાં સાવધાન છે તે વ્યવહારમાં ઊંઘે છે.
આ તારો આત્મા વાસ્તવમાં એક જ છે. અર્થાત્ તે જ્ઞાનસ્વરૂપે પણ છે અને રાગ-સ્વરૂપે પણ છે એમ નથી. તું તો ભગવાન! એક જ્ઞાનસ્વરૂપે જ છે. રાગ તો અન્યદ્રવ્યનો-પુદ્દગલનો ભાવ છે. રાગમાં ચૈતન્યના પ્રકાશના નૂરનો અભાવ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવો ચૈતન્યના પ્રકાશથી રહિત અંધકારમય છે. ચૈતન્યપ્રકાશબિંબ પ્રભુ તું એક જ્ઞાયકભાવમાત્ર છે અને રાગથી માંડીને સઘળા અન્યદ્રવ્યના ભાવો-૫૨દ્રવ્યના ભાવો પરભાવો છે. માટે તું શીઘ્ર જાગ્રત થઈ સ્વરૂપમાં સાવધાન થા. શ્રીગુરુનો આવો ઉપદેશ છે. આકરું તો લાગે પણ આ જ ૫રમાર્થ વાત છે. આ સિવાય અન્યથા કોઈ ઉપદેશ કરે કે-વ્યવહારથી ધર્મ થાય કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય તો તે જૈન ગુરુ નથી પણ મિથ્યાદષ્ટિ-અજ્ઞાની છે.
અજ્ઞાની એકવાર કે બે વારમાં સમજતો નથી. એટલે શ્રીગુરુ તેને વારંવાર સમજાવે છે કે-‘રાગ અને આત્મા ભિન્ન ભિન્ન છે, વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય ન થાય, રાગ કરતાં કરતાં વીતરાગતા ન થાય, ઇત્યાદિ.' આમ વારંવાર સાંભળે છે તેને વારંવાર કહે છે એમ કહેવાય છે. વારંવાર સાંભળવાની યોગ્યતા હતી તેથી વારંવાર સાંભળવાથી
શિષ્યને જિજ્ઞાસા થઈ કે-અહો! આ શું કહે છે? તેને શ્રીગુરુ આગમનું વાકય કહે છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
કે-શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્માને રાગથી ભિન્ન પડી અંતર-દષ્ટિ-જ્ઞાનરમણતામાં લેવો તે આત્મવ્યવહાર છે, અને શુભરાગ છે એ તો મનુષ્ય એટલે સંસારનો વ્યવહાર છે. રાગનો ભાવ-દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રા ઇત્યાદિનો ગમે તેવો મંદ હો પણ તે આત્માની ચીજ નથી. જીઓ, ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિ અને આગમનો આ સિદ્ધાંત છે. આ આગમનું વાકય છે. શ્રીગુરુ આ આગમના વાકયને કહે છે.
અહીં ત્રણ સિદ્ધાંત સિદ્ધ કર્યાછે.
(૧) ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ હોવા છતાં પોતાના ભ્રમથી શુભવિકલ્પને પોતાનો માને છે.
(૨) ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માને અને રાગને પોતાના અજ્ઞાનથી-ભ્રમથી એક માનીને અજ્ઞાની સૂતો છે. પરદ્રવ્યથી, કર્મથી કે કુગુરુ મળ્યા તેથી એકત્વ માનીને સૂતો છે એમ નથી. પોતાના અજ્ઞાનના કારણે સૂતો છે.
(૩) શ્રીગુરુ તેને વારંવાર વીતરાગભાવનો (ભેદજ્ઞાન કરવાનો ) આગમ-વાકય દ્વારા ઉપદેશ આપે છે અને જિજ્ઞાસુ શિષ્ય તે વારંવાર સાંભળે છે, એકવા૨ સાંભળીને ચાલ્યો જતો નથી. દેશસેવાથી, જનસેવાથી, ગુરુસેવાથી, કે પ્રભુસેવાથી ધર્મ થાય એવો ઉપદેશ એ કાંઈ વીતરાગભાવનો ઉપદેશ નથી, એ તો લૌકિક વાતો છે.
આત્માનું સ્વરૂપ વીતરાગભાવરૂપ છે. તેથી રાગ-વિકલ્પ એ આત્માની ચીજ નથી. આત્મા એનાથી ભિન્ન છે. રાગમાં ધર્મ નથી અને ધર્મમાં રાગ નથી. શ્રીગુરુ વારંવાર આવો ઉપદેશ આપે છે. એટલે કે આગમનું વાકય આવું હોય છે અને શ્રીગુરુ એવા જ વાકયને કહે છે; સાંભળનાર શિષ્ય પણ આમ જ (એ જ ભાવથી ) સાંભળે છે. શિષ્ય જિજ્ઞાસાથી વારંવાર ઉપદેશ સાંભળે છે તેથી શ્રીગુરુ વારંવાર કહે છે એમ કહ્યું છે. આ વાત વારંવાર સાંભળવાથી તેને રુચિ-પ્રમોદ જાગે છે કે-અહો! આ તો કયારેય નહિ સાંભળેલી કોઈ અલૌકિક જુદી જ વાત છે. જીવનું સ્વરૂપ વીતરાગ-વિજ્ઞાનતા છે એમ જે વારંવાર કહે તે જ ગુરુની પદવીને શોભાવે છે. રાગથી આત્મામાં લાભ (ધર્મ) થાય એવું વચન આગમનું વાકય નથી. અને એવું વચન (વાકય ) કહેનાર ગુરુ નહિ પણ અજ્ઞાની કુગુરુ છે. અહાહા ! ટીકામાં કેટલું બધું સિદ્ધ કર્યું છે?
આ સમયસાર શાસ્ત્રની ૩૮ મી ગાથામાં આવે છે કે-જે, અનાદિ મોરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ તો અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતાં...' તો શું ગુરુ નિરંતર સમજાવવા નવરા થોડા હોય છે? એનો અર્થ એમ છે કે ગુરુએ જે સમજાવ્યું તેનું શિષ્ય વારંવાર ચિંતન કરે છે. ઉપદેશ તો છઠ્ઠા ગુણસ્થાને મુનિને વિકલ્પ હોય તો આપે, નહીં તો તરત જ સાતમા ગુણસ્થાનમાં આવી જાય છે. અહીં ‘નિરંતર સમજાવવામાં આવતાં' એમ કહ્યું છે તેનો અર્થ એ થયો કે સાંભળવાવાળો
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #193
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૫ ]
[ ૧૮૧
શિષ્ય સાંભળેલી વાતને વારંવાર વિચારે છે, વારંવાર એનું જ ઘોલન કરે છે. (આમાં શિષ્યની જિજ્ઞાસા અને રુચિ સિદ્ધ થાય છે.)
પૂર્ણ વીતરાગતા અને સર્વજ્ઞતાને પ્રાપ્ત તે જૈન પરમેશ્વર છે. તેમની દિવ્યધ્વનિ તે આગમ છે. એ દિવ્યધ્વનિમાં એમ આવ્યું છે કે-ભગવાન! તું વીતરાગ-વિજ્ઞાનઘન સ્વરૂપે છે. તારામાં આનંદ અને જ્ઞાનની લક્ષ્મી પરિપૂર્ણ ભરી પડી છે. તેમાં તું રાગને એકરૂપ કરી ભેળવે છે એ તારો ભ્રમ છે. રાગ તો ભગવાન આત્માથી ભિન્ન ચીજ છે. માટે શીધ્ર જાગ અને રાગથી ભિન્ન પડી સ્વરૂપમાં સાવધાન થા, આત્મદષ્ટિ કર. ભગવાનની વાણીમાં આમ આવ્યું છે અને ગણધરદેવોએ પણ જે શ્રુત રચ્યાં એમાં એ જ કહ્યું છે. અહાહા ! આમાં દેવ સિદ્ધ કર્યા, ગુરુ ય સિદ્ધ કર્યા, આગમનું વાકય સિદ્ધ કર્યું અને રાગથી ભિન્ન એકરૂપ આત્મામાં દષ્ટિ કરતાં સમ્યગ્દર્શન આદિ ધર્મ થાય છે એમ ધર્મ પણ સિદ્ધ કર્યો. અહો ! દેવ, ગુરુ, શાસ્ત્ર અને ધર્મ સઘળુંય સિદ્ધ કરનારી આચાર્ય ભગવાનની શું ગજબ શૈલી છે ! દિગંબર સંતોની બલિહારી છે કે એમણે જગતમાં પરમ સત્ય ટકાવી રાખ્યું છે.
જાઓ, શ્રીગુરુ કહે છે-શીધ્ર જાગ, સાવધાન થા. એટલે કે અંદર ઝળહળજ્યોતિ ચૈતન્યમૂર્તિ ભગવાન છે એમાં સાવધાન થા. જે રાગમાં સાવધાની છે તે છોડી દે, કારણ કે તે પરદ્રવ્યનો ભાવ હોવાથી તારી ચીજ નથી, પરચીજ છે. ભગવાન આત્મામાં એવો કોઈ ગુણશક્તિ નથી કે વિકારરૂપે પરિણમે છતાં તું રાગથી એક્તા માને છે તે ભૂલ છે. આ ભૂલ તારા ઉપાદાનથી થઈ છે, કોઈ કર્મ કરાવી છે એમ નથી. ભાઈ ! તું એક (જ્ઞાનમાત્ર) આત્મા રાગની સાથે (ભળીને) એકરૂપ થાય એવો છે જ નહિ. એક આત્મા અને બીજો રાગ એમ બે (દ્વૈત) થતાં બગાડ થાય છે. (એકડે એક અને બગડે બે). પ્રભુ! જ્યાં તું છે ત્યાં તે (રાગ) નથી અને જ્યાં તે ( રાગ) છે ત્યાં તું નથી. આવા સિદ્ધાંતના આગમ-વાકયને ગુરુ વારંવાર કહે છે અને અજ્ઞાની શિષ્ય વારંવાર સાંભળે છે. અહાહા ! આગમ કથન બહુ ટૂંકું અને સરળ છતાં ગંભીર અને મહાન છે. આ સમયસાર તો ભગવાનની વાણી છે. તેમાં થોડું લખ્યું છે પણ ઘણું કરીને જાણવું. જેમ લગ્ન વખતે લખે છે ને કે થોડું લખ્યું ઘણું કરીને જાણજો.
હવે શિષ્ય તે સાંભળીને સમસ્ત (સ્વપરનાં) ચિહ્નોથી ભલી-ભાંતિ પરીક્ષા કરે છે. મારું લક્ષણ જ્ઞાન-આનંદ છે અને રાગનું લક્ષણ જડતા અને આકુળતા છે. રાગનું અને મારું લક્ષણ ભિન્ન ભિન્ન છે. હું જ્ઞાન લક્ષણે લક્ષિત છું અને રાગ દુઃખ લક્ષણે લક્ષિત છે. મોક્ષ અધિકારની ર૯૪ મી ગાથામાં આવે છે કે આત્માનું લક્ષણ જ્ઞાન અને બંધનું લક્ષણ રાગ છે. માટે બને ભિન્ન ભિન્ન છે. ગુરુની વાત સાંભળીને અજ્ઞાની પોતે સારી પેઠે પરીક્ષા કરે છે. (પ્રમાદ સેવતો નથી). ગુરુ કાંઈ પરીક્ષા કરાવતા નથી. પોતે પરીક્ષા કરે છે કે-ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ, શાન્તિસ્વરૂપ, ધીરજસ્વરૂપ છે અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
રાગ અચેતનસ્વરૂપ, દુઃખસ્વરૂપ અને આકુળતાસ્વરૂપ છે. સારી રીતે પરીક્ષા કરીને' એમ કહ્યું છે. એટલે ઉપર ટપકે પરીક્ષા કરીને એમ નહીં. અહો! સંતોએ જગતને શું ન્યાલ કરી દીધું છે! દેવ કેવા, ગુરુ કેવા, શાસ્ત્ર કેવાં અને ધર્મ કેવો હોય એ સઘળું સિદ્ધ કરી બતાવ્યું છે.
.
‘સમસ્ત ચિહ્નોથી’ એમ કેમ લીધું? કે એકલા સ્વના જ ચિહ્નોથી પરીક્ષા કરી એમ નહિ, પણ સ્વ અને ૫૨ બન્નેનાં ચિહ્નોથી ભલી ભાંતિ પરીક્ષા કરી. માટે ‘સમસ્ત ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને' એમ લીધું છે. પોતે એક આત્મા અને બીજો રાગ એમ બન્નેનાં લક્ષણો-એંધાણથી પરીક્ષા કરી. પરીક્ષા શું કરી? કે હું આત્મા જ્ઞાનલક્ષણથી લક્ષિત ત્રિકાળી ધ્રુવ કાયમ રહેવાવાળી ચીજ અનાકુળ આનંદસ્વરૂપ છું અને આ રાગ તો અચેતન, કૃત્રિમ, ક્ષણિક અને આકુળતામય દુઃખસ્વરૂપ છે. બન્નેનાં લક્ષણો ભિન્ન છે માટે રાગ મારો નથી. ‘જરૂર આ પરભાવો જ છે'-એમ પરીક્ષા કરીને જાણે છે. રાગ પરભાવ જ છે એટલે કચિત્ રાગ આત્માનો છે અને કથંચિત્ ૫૨નો છે એમ નહીં. શરીર, મન, વાણી, પૈસા-ધૂળ, બાયડી, છોકરાં એ તો બધાં કયાંક દૂર રહી ગયાં, પણ સ્વભાવની દષ્ટિમાં તો રાગ પણ પરભાવ જ છે એમ જણાય છે.
આ રાગ પરભાવ જ છે અને હું પરભાવથી ભિન્ન છું એમ કયારે જાણવામાં આવ્યું? કે જ્યારે હું એક જ્ઞાનમાત્ર જ ચૈતન્યપ્રકાશનો પૂંજ છું એમ જાણવામાં આવ્યું ત્યારે. મારી સત્તા એક ચૈતન્યબિંબમય છે એવું અસ્તિથી ભાન થયું તો રાગ-૫૨ભાવ મારામાં નથી એવું નાસ્તિનું જ્ઞાન થઈ જાય છે. એક જ્ઞાનસ્વરૂપને જાણતાં, જ્ઞાનમાં જ્ઞાન જ છે પણ એમાં રાગ નથી એમ જણાઈ જાય છે. જ્ઞાયકસ્વભાવની જ્યાં દૃષ્ટિ થઈ ત્યાં એમાં રાગ નથી એમ રાગની ભિન્નતાનું જ્ઞાન થઈ જાય છે. આમ હું એક જ્ઞાનમાત્ર જ છું એમ જાણતાં પરભાવથી ભિન્ન પડી જવાય છે. પણ આ સમજવાની કોને પડી છે? આ તો જેને અંતરથી ગરજ થાય અને રખડવાનો થાક લાગે એના માટે વાત છે. જે પરિભ્રમણથી દુઃખી છે એનાં દુ:ખ મટાડવાની ચીજ આ છે. આ ભગવાન આત્મા આનંદ છે અને રાગ દુઃખ જ છે, આત્મા જ્ઞાન છે અને રાગ અજ્ઞાન છે, આત્મા જીવ છે અને રાગ અજીવ છે, આત્મા ચેતનમય છે અને રાગ અચેતન પુદ્દગલમય છે–એમ લક્ષણો વડે બન્નેને ભિન્ન જાણી જ્ઞાનસ્વભાવમાં એક્તા કરી હું જ્ઞાનમાત્ર છું એમ જાણે ત્યાં જરૂર રાગાદિ ૫૨ભાવ છે એનું જ્ઞાન થઈ જાય છે.
હવે કહે છે– એમ જાણીને જ્ઞાની થયો થકો સર્વ પરભાવોને તત્કાળ છોડે છે.' એટલે કે રાગને પરભાવ જાણી, સ્વભાવમાં આવતાં પરભાવને તે તત્કાળ છોડી દે છે અર્થાત્ તેનો આશ્રય કરતો નથી. પ્રત્યાખ્યાનની વાત છે ને? સ્વભાવનો સ્વીકાર કરતાં રાગ છૂટી જાય છે એને રાગ છોડયો એમ કહેવામાં આવે છે. અહાહા ! વીતરાગ સર્વજ્ઞ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૫ ]
| [ ૧૮૩
પરમેશ્વરની વાણી અને તેના આગમનું શું કહેવું? એકલું માખણ ભર્યું છે. સર્વજ્ઞદેવે શું કહ્યું, તેમણે શું કર્યું, આગમ શું કહે છે, ગુરુ શું ઉપદેશ આપે છે તથા સાંભળનારને કયારે ભેદજ્ઞાન થાય છે તે બધુંય બતાવ્યું છે. બીજી રીતે કહીએ તો પરમાગમની વાણીમાં જે ઉપદેશ છે એ જ નિમિત્ત થાય છે, અજ્ઞાનીનો ઉપદેશ (ભેદજ્ઞાન થવામાં) નિમિત્ત થતો નથી.
શું જાણીને જ્ઞાની થયો? કે હું તો જ્ઞાનમાત્ર જ છું એવી સ્વદષ્ટિ કરતાં આ રાગાદિ પરભાવો જ છે એમ જાણીને જ્ઞાની સમકિતી થયો થકો સર્વ પરભાવોને તત્કાળ છોડે છે. સ્વરૂપમાં એકાગ્ર થતાં પરભાવનો આશ્રય મટી ગયો તો પરભાવ છૂટી ગયો એનું નામ પચ્ચકખાણ એટલે ચારિત્ર છે. એક સેકન્ડનું પચ્ચકખાણ અનંતા જન્મમરણને મટાડે એવું છે. વીતરાગ પરમેશ્વરના માર્ગની આ રીત છે અને તે રીત દિગંબર ધર્મમાં જ છે, બીજે કયાંય નથી. આ જ જૈનધર્મ છે, બીજો કોઈ જૈનધર્મ નથી. પરંતુ
જ્યાં સુધી આ સમજમાં ન આવે ત્યાં સુધી પોતાની માન્યતા ખોટી છે એમ કેમ માને ? “જ્ઞાની થયો થકો સર્વ પરભાવોને તત્કાળ છોડી દે છે.” “સર્વ પરભાવો ”—એમ ભાષા છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ગુણ-ગુણીના ભેદરૂપ વિકલ્પો જે પરભાવ છે તેને પણ તત્કાળ છોડી દે છે, અર્થાત્ તે ( સ્થિરતાના કાળે ) છૂટી જાય છે. એનું નામ ભગવાન રાગનો ત્યાગ કર્યું છે. જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્મા છે એવો બોધ થયો અને પોતે એમાં સ્થિર થયો તો રાગ છૂટી ગયો એનું નામ ભગવાન પચ્ચકખાણ કહે છે.
* ગાથા ૩પ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
જ્યાંસુધી પરવસ્તુને ભૂલથી પોતાની જાણે ત્યાં સુધી જ મમત્વ રહે; અને જ્યારે યથાર્થ જ્ઞાન થવાથી પરવસ્તુને પારકી જાણે ત્યારે બીજાની વસ્તુમાં મમત્વ શાનું રહે? અર્થાત્ ન રહે એ પ્રસિદ્ધ છે. જેમ લગ્ન પ્રસંગ હોય અને પોતાની સ્થિતિ સાધારણ હોય તો કોઈ અન્ય ગૃહસ્થને ત્યાંથી દાગીનો લઈ આવીને પહેરે છે. પણ તે સમયે પોતે શું સમજે છે? કે આ મારો દાગીનો નથી. બે દિવસમાં પાછો આપવાનો છે, કેમકે મમત્વ નથી. તેમ રાગાદિને પરપણે જાણ્યા એટલે પોતાની ચીજ નથી એમ જાણી તેને છોડી દે છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૨૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
“પરમાવત્યાદિષ્ટાંતદીદ:' આ પરભાવના ત્યાગના દષ્ટાંતની દષ્ટિ “મનવમ” જૂની ન થાય એ રીતે “અત્યન્તવેરાત વાવેત અવતરતિ” અત્યંત વેગથી જ્યાં સુધી પ્રવૃત્તિને પામે નહિ-શું કહ્યું એ? જેમ વસ્ત્ર પર છે અને તેને ભૂલથી ઓઢીને સૂતો છે, પણ જ્યાં ખ્યાલમાં આવ્યું કે આ વસ્ત્ર પર છે ત્યાં વસ્ત્ર છૂટી ગયું, અભિપ્રાયમાંથી વસ્ત્ર જાદું પડી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
ગયું. વસ્ત્રમાં મમત્વ-મારાપણું રહ્યું નહિ. એમ આ આત્મા અને રાગ જે અપરભાવ એટલે પરભાવ છે-એ બન્નેનાં લક્ષણો જુદાં છે અર્થાત્ આત્મા જ્ઞાન લક્ષણથી લક્ષિત છે અને રાગ બંધ લક્ષણથી લક્ષિત છે એટલી વાત જ્યાં સાંભળી ત્યાં કહે છે કે શિષ્યને એ વાત ખ્યાલમાં આવી ગઈ કે આત્મા તો રાગરહિત છે અને જ્યાં રાગમાં જોડાયો નહિ અને અંદરમાં ગયો ત્યાં “મન્યવીર્ય: સવે નમાવૈ: વિમુpl” અન્ય સકળ ભાવોથી રહિત
સ્વયમ ફયમ અનુભૂતિ:' પોતે જ આ અનુભૂતિ “દિતિ સાવિમૂવ” તત્કાળ પ્રગટ થઈ ગઈ. સિદ્ધાંત સમજવા દષ્ટાંત વેગથી પ્રવૃત્તિને પામે નહિ એટલે કે ઉપયોગ દષ્ટાંતને સમજવામાં જોડાય તે પહેલાં જ તત્કાળ સકલ પરભાવોથી રહિત પોતે જ અનુભૂતિ પ્રગટ થઈ ગઈ. અર્થાત્ બીજી રીતે કહીએ તો, “આ પરભાવના ત્યાગનાં દષ્ટાંતની દષ્ટિ જાની ન થાય એ રીતે એટલે કે સમયાંતર આંતરો પડયા વિના, અત્યંત વેગથી આ અનુભૂતિ તો પ્રગટ થઈ ગઈ. પ્રથમ મિથ્યાત્વનો વ્યય થયો અને પછી સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થઈ એમ નથી, પણ સ્વભાવ તરફ વળ્યો ત્યાં તો અન્યભાવોથી રહિત અનુભૂતિ થઈ ગઈ. જેમ કોઈ માણસ આવે તે જ વખતે કામ પૂરું થાય. ત્યાં એમ કહેવાય કે, તમે ન આવ્યા ત્યાર પહેલાં તો આ કામ થઈ ગયું.” ખરેખર તો આવ્યો છે ને કામ થયું છે. બન્ને સાથે છે. પહેલાં પછી નથી. તેમ અહીં પણ પહેલાં-પછી નથી. પણ પહેલાં પછીની વાત કરી સમજાવેલ છે. પણ પરભાવનાં ત્યાગની દષ્ટિ પહેલાં પરભાવથી રહિત અનુભૂતિ થઈ એમ નથી. પરભાવોનો ત્યાગની દષ્ટિ એટલે જ્ઞાયકસ્વભાવની જ્યાં દષ્ટિ થઈ ત્યાં જ પરભાવરહિત આત્માની અનુભૂતિ થઈ ગઈ છે. બન્ને સાથે જ છે, કાળભેદ નથી. દષ્ટાંતમાં પહેલાં પછી કહેવાય. પણ ત્યાં તે પ્રમાણે કાળભેદ ન સમજવો.”
દયા, દાન, વ્રત, ભક્તિ આદિ લાખ ક્રિયાઓ કરે પણ એ બધો વિકલ્પ છે, એ બંધનું લક્ષણ છે. ભગવાન આત્મા જ્ઞાનલક્ષણથી લક્ષિત છે. રાગનો વિકલ્પ આકુળતામય છે અને બંધનું લક્ષણ છે. નિરાકુળ જ્ઞાનસ્વભાવી આત્માનો એ ભાવ નથી આટલું સાંભળતાં આ રાગ પરભાવ છે એવો પર (રાગ) તરફનો વિકલ્પ ઊઠે તે પહેલાં જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થઈ ગયું અને નિર્વિકલ્પ અનુભૂતિ પ્રગટ થઈ ગઈ. હું અનાકુળ ચિદ્દઘન જ્ઞાનાનંદસ્વરૂપ છું એવું જ્યાં દષ્ટિમાં જાર આવ્યું ત્યાં તત્કાળ અનુભૂતિ પ્રગટ થઈ ગઈ, ભગવાન આત્માના આનંદનો પ્રત્યક્ષ સ્વાદ આવ્યો.
આચાર્ય ભગવાન, પારકા વસ્ત્રની જેમ આ રાગાદિ પરભાવ છે એટલે જ્યાં સમજાવે ત્યાં આત્માનો નિર્ણય થઈ ગયો. અન્યભાવોથી રહિત સાક્ષાત્ અનુભૂતિ પોતે જ પ્રગટ થઈ ગઈ; દષ્ટાંત સમજવાની પણ પછી એને જરૂર ન રહી.
લોકો કહે છે કે વ્યવહારથી લાભ થાય એમ કહો, કેમ કે ભગવાન જિનેન્દ્રદેવે બે નયથી વસ્તુની પ્રરૂપણા કરી છે. બે નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની તેમની પદ્ધતિ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #197
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૫ ]
[ ૧૮૫
નિયમસારમાં આવે છે કે-હું તે વાણીને વંદું છું કે જે બે નયોથી વસ્તુને કહે છે. (બે નયોને ગ્રહણ કરવાનું કહે છે.)
બે નયો છે, બે નયોના બે વિષયો પણ છે અને શાસ્ત્રોમાં કથન પણ બે નયથી આવે છે. પરંતુ તેમાંથી એક નય (આશ્રયની અપેક્ષા) હેય છે અને એક નય (આશ્રયની અપેક્ષા) ઉપાદેય છે. બન્ને નય પરસ્પર વિરુદ્ધ છે. દ્રવ્યનયથી પર્યાયન અને પર્યાયનયથી દ્રવ્યનય વિરુદ્ધ છે. નિશ્ચયનયથી વ્યવહારનય અને વ્યવહારનયથી નિશ્ચયનય પરસ્પર વિરુદ્ધ છે. બેમાંથી નિશ્ચયનય એક આશ્રય કરવા યોગ્ય છે, જ્યારે વ્યવહારનય હેયપણે જાણવા લાયક છે. આ રીતે બે નય પરસ્પર વિરુદ્ધ છે છતાં વ્યવહારથી નિશ્ચય માને તો બે નય કયાં માન્યા? ભાઈ ! વાદવિવાદથી પાર આવે એવું નથી. વસ્તુ સ્વરૂપ જ આવું છે.
અહીં કહે છે કે વ્યવહારનયનો વિષય રાગ છે-પર્યાય છે અને અભેદ નિર્વિકલ્પ ધ્રુવ વસ્તુ છે તે નિશ્ચયનયનો વિષય છે. એમ બે નયોના બે વિષયો છે એવા વિચારમાં વિકલ્પની પ્રવૃત્તિમાં જોડાયો નહિ ત્યાં તો આ બાજુ નિશ્ચયસ્વરૂપમાં ઢળતાં જ આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો.
બીજી વાત કળશટીકામાં આવે છે કે જે કાળે જીવના મોહરાગદ્વેષરૂપ અશુદ્ધ પરિણમનરૂપ સંસ્કાર છૂટી જાય છે તે જ કાળે તેને અનુભવ છે. શુદ્ધ ચેતનામાત્રનો આસ્વાદ આવ્યા વિના અશુદ્ધ ભાવરૂપ પરિણામ છૂટતા નથી અને અશુદ્ધ સંસ્કાર છૂટ્યા વિના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતો નથી. એટલે કે અશુદ્ધતા છૂટે અને પછી શુદ્ધતા થાય કે શુદ્ધતા થાય અને પછી અશુદ્ધતા છૂટે એમ નથી. જે કાંઈ છે તે એક જ કાળ, એક જ વસ્તુ, એક જ જ્ઞાન અને એક જ સ્વાદ છે.
અહાહા ! આ અશુદ્ધપણું છે અને આ વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે એવો જે વિકલ્પ તે ઊઠે નહિ ત્યાં તો આ બાજા અંદર શુદ્ધમાં ઢળી જાય છે અને શુદ્ધ આનંદનો અનુભવ થાય છે; એ જ કાળે અશુદ્ધ પરિણામનો વ્યય થાય છે. અશુદ્ધ પરિણામનો વ્યય અને શુદ્ધ આનંદનો અનુભવ એક જ કાળ-સમકાળે છે. આ તો ઠેઠ મૂળની વાત છે. આત્મા આનંદના સ્વાદને તત્કાળ પામ્યો એટલે કે આ રાગ પર છે અને આ (આત્મા) સ્વ છે એવી પ્રવૃત્તિ થવા પહેલાં તત્કાળ આનંદના સ્વાદને પામ્યો. અહાહા! રાગથી-વિકલ્પથી ખસીને અંદર ઢળી જવું એ જ સત્ય પુરુષાર્થ છે.
(એક પ્રકાર એવો પણ હોય છે કે ) પર્યાય તરફના વિકલ્પ આદિ હોય છે. એના ભેદનો વિકલ્પ પણ ઊઠે છે. કળશટીકામાં આ પણ કહ્યું છે કે આવું પ્રથમ વિકલ્પરૂપ ભેદજ્ઞાન આવે છે. “રાગ જુદો અને હું જાદો” એ વિકલ્પ ત્યાં હોય છે. પણ અહીં તો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #198
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
કહે છે કે-“આ હું નહીં અને આ હું' એવો વિકલ્પ ઊઠે તે પહેલાં તો અંતરમાં ઢળી ગયો અને અનુભૂતિ પ્રગટ કરી લીધી. વસ્તુ તો વસ્તુ છે, પણ વસ્તુનો આશ્રય લઈ અનુભૂતિ પ્રગટ કરી લીધી. રાગ પર છે માટે ભિન્ન છે એવું લક્ષ પણ ન રહ્યું અને અનુભૂતિ પ્રગટ થઈ એને પ્રત્યાખ્યાન કહે છે. અહીં તો પ્રત્યાખ્યાનનું સ્વરૂપ સમજાવવું છે ને? વાત શરૂથી અનુભૂતિથી ઉપાડી છે. જ્યારે જ્યારે આચાર્યોએ પ્રત્યાખ્યાન કે ચારિત્રની વાત કરી છે ત્યારે પહેલેથી અનુભૂતિથી જ વાત કરી છે. સમયસારમાં પાછળ ૪૯ ભંગ આવે છે તેમાં પણ અનુભવથી જ ઉપાડયું છે.
વિકલ્પથી-રાગથી કયારે શૂન્ય થવાય? કે જ્યારે અતિ મહાપ્રભુ છે તેના ઉપર દષ્ટિ પડે ત્યારે. નિર્વિકલ્પસ્વરૂપ અસ્તિત્વ ઉપર દૃષ્ટિ પડવાથી વિકલ્પથી શૂન્ય થવાય છે. પોતાનું અસ્તિત્વ કેટલું, કેવું એ વાતની ખબર ન હોય તો વિકલ્પથી શૂન્ય કેમ થવાય? ઉપરના પગથિયા ઉપર પગ મૂકે તો નીચેના પગથિયા ઉપરથી પગ ઉપાડી શકાય. પણ જો ઉપર પગ મૂક્યા વિના નીચેનો પગ ઉપાડે તો નીચે પડે. તેમ ભગવાન આત્મા જે મહાઅતિરૂપ છે તેની ઉપર દૃષ્ટિ પડતાં “આ રાગ નથી ” તેવા નાસ્તિના પણ વિકલ્પની જરૂર નથી ( ત્યારે પોતે વિકલ્પથી શૂન્ય-વિકલ્પરહિત થઈ જાય છે ), કેમકે સ્વયં નિર્વિકલ્પ અનુભૂતિ પ્રગટ થઈ જાય છે.
વસ્તુ આવી છે, ભાઈ ! ગાથા ૩૮ માં આવે છે કે પોતાના પરમેશ્વરને, મૂઠીમાં રાખેલું સુવર્ણ કોઈ ભૂલી ગયો હોય તે ફરીને યાદ કરીને સુવર્ણને દેખે એ ન્યાયે તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને તે સમ્યક પ્રકારે એક આત્મારામ થયો. રાગ પરનો છે એ લક્ષ ત્યાં રહેતું નથી. બેપણું જ્યાં ન થાય ત્યાં એકપણામાં આવી ગયો છે. અહાહા ! આ શુભભાવ છે એ મારામાં નથી એવા વિકલ્પને પણ ત્યાં અવકાશ નથી. પ્રભુ! તારી પરમેશ્વરતા એટલી મોટી છે કે એના અનુભવ માટે પરનું લક્ષ કરીને અનુભવ થાય એવો તું નથી. આ રાગ ભિન્ન છે એવું લક્ષ કરીને ભિન્ન પડે એવું નથી એમ કહે છે.
સ્વયમ યમ' એમ શબ્દ પડ્યો છે ને? એટલે કે આ અનુભૂતિ પરના ત્યાગની અપેક્ષા વિના પોતે જ પ્રગટ થઈ ગઈ. તેને પરના ત્યાગની અપેક્ષા નથી. ગાથા ૩૪ માં એ વાત આવી ગઈ છે કે પોતાને રાગના ત્યાગનું ર્તાપણું એ નામમાત્ર કથન છે, પરમાર્થ નથી. રાગના કરવાપણાની વાત તો દૂર રહી, રાગનો નાશનો ર્જા પણ નામમાત્ર છે, વ્યવહારમાત્ર છે, વસ્તુમાં નથી. અહો ! વસ્તુને રજુ કરનારી આચાર્યની કોઈ ગજબ શૈલી છે!
* કળશ ૨૯: ભાવાર્થ ઉપરનું પ્રવચન * આ પરભાવના ત્યાગનું જે દાંત કહ્યું એના પર દૃષ્ટિ પડે તે પહેલાં સમસ્ત અન્યભાવોથી રહિત પોતાના સ્વરૂપનું અનુભવને તત્કાળ થઈ ગયું. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #199
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૫ ]
[ ૧૮૭
છે. એના તરફનો જ્યાં ઝુકાવ થયો ત્યાં તો તરત જ અનુભૂતિ પ્રગટ થઈ ગઈ. આનું નામ પચ્ચકખાણ છે.
ભાઈ ! જિનેન્દ્રનો માર્ગ અલૌકિક છે. એની પ્રાપ્તિ સ્વભાવથી થાય છે. એટલે કે તે સ્વભાવથી જણાય તેવો છે.
પ્રશ્ન- વ્રત, દયા, દાન આદિ શુભરાગ તેનું સાધન ખરું કે નહિ?
ઉત્તર:- ના. રાગથી ભિન્ન પડી અંદરમાં પ્રજ્ઞાછીણી મારવી એ જ એનું સાધન છે. પ્રજ્ઞા વડ અંદરમાં જવું એ તેનું સાધન છે. રાગ આદિ કોઈ અન્ય સાધન નથી. એ જ વાત અહીં કહી છે કે “સ્વયમ રૂમ મનુભૂતિઃ શાનિર્વવ' આત્મામાં, કરણ કહો કે સાધન કહો-એ નામની શક્તિ ત્રિકાળ રહેલી છે. ગુણી એવા આત્માનો આશ્રય કરતાં એ પોતે જ (નિર્મળ) પર્યાયનું સાધન થઈ જાય છે.
સંસારમાં પણ કહે છે ને કે તમે આવ્યા તે પહેલાં જ આ કામ થઈ ગયું. એમ અહીં કહે છે કે-ભગવાન આત્માને પરભાવના ત્યાગનું જે દષ્ટાંત તે પર દષ્ટિ પડે તે પહેલાં જ એટલે કે દષ્ટાંત પર લક્ષ જાય તે પહેલાં જ અંદરમાં ઉતરી ગયો. જ્યાં જવું હતું ત્યાં જોર વધી ગયું. એમાં પરના-રાગના ત્યાગની પણ અપેક્ષા રહી નહિ. આ જ્યાં જવું હતું ત્યાં જોર વધી ગયું. એમાં પરના-રાગના ત્યાગની પણ અપેક્ષા રહી નહિ. આ રાગ પર છે એમ સમજવા માટે ત્યાં દષ્ટાંતનું પણ કામ રહ્યું નહિ. “દિતિ” એમ કહ્યું છે ને? પરભાવના જે દષ્ટાંત કહ્યું એ ઉપર દૃષ્ટિ પડે તે પહેલાં સમસ્ત અન્યભાવોથી રહિત પોતાના સ્વરૂપનું તત્કાળ અનુભવન થઈ ગયું. કારણ કે એ પ્રસિદ્ધ છે કે વસ્તુને પરની જાણ્યા પછી તેમાં લક્ષ રહેતું નથી. જે ચીજ પર જાણી એના પર મમત્વ નહિ રહેવાથી એનું લક્ષ રહેતું નથી. ભાઈ ! વસ્તુ આવી છે. આ સિવાય બીજી કોઈ રીતે સોંઘું કરવા જશે તો મોઘું (દુષ્પાપ્ય ) પડશે. દુનિયા વ્રત, નિયમ, દયા, દાન, ઉપવાસાદિ ક્રિયાકાંડ વડે ધર્મ માને છે, મનાવે છે. પણ એમ સોંઘું કરવા જઈશ તો છેતરાઈ જઈશ. જિંદગી ચાલી જશે. (પરિભ્રમણ ઊભું રહેશે ).
[ પ્રવચન નં. ૭૯, ૭, ૮૧.
*
દિનાંક ૧૭-૨-૭૬ થી ૧૯-૨-૭૬ ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #200
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૬
अथ कथमनुभूतेः परभावविवेको भूत इत्याशङ्क्य भावकभावविवेकप्रकारमाहणत्थि मम को वि मोहो बुज्झदि उवओग एव अहमेक्को । तं मोहणिम्ममत्तं समयस्स वियाणया बेंति ।। ३६ ।।
नास्ति मम कोऽपि मोहो बुध्यते उपयोग एवाहमेकः । तं मोहनिर्ममत्वं समयस्य विज्ञायका ब्रुवन्ति ।। ३६ ।।
હવે, ‘આ અનુભૂતિથી પરભાવનું ભેદજ્ઞાન કેવા પ્રકારે થયું?' એવી આશંકા કરીને, પ્રથમ તો જે ભાવકભાવ-મોહકર્મના ઉદયરૂપ, ભાવ, તેના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છેઃ
નથી મોહ તે મારો કંઈ, ઉપયોગ કેવળ એક હું, -એ જ્ઞાનને, જ્ઞાયક સમયના મોહનિર્મમતા કહે. ૩૬.
*ગાથાર્થ:- [ વુધ્ધતે] એમ જાણે કે [ મોs: મમ : અપિ નાસ્તિ] ‘મોહ મારો કાંઈ પણ સંબંધી નથી, [y: ઉપયોગ: વ અદમ્] એક ઉપયોગ છે તે જ હું છું'- [તં] એવું જે જાણવું તેને [સમયસ્ય] સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપના [વિજ્ઞાયા: ] જાણનારા [ મોહનિર્મમત્વ ] મોહથી નિર્મમત્વ [ ધ્રુવન્તિ ] કહે છે.
ટીકા:- નિશ્ચયથી, (આ મારા અનુભવમાં) ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ થઈને ભાવકરૂપ થતું જે પુદ્દગલદ્રવ્ય તેના વડે રચાયેલો જે મોહ તે મારો કાંઇ પણ લાગતોવળગતો નથી, કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવભાવનું પરમાર્થે ૫૨ના ભાવ વડે * ભાવવું અશકય છે. વળી અહીં સ્વયમેવ, વિશ્વને (સમસ્ત વસ્તુઓને) પ્રકાશવામાં ચતુર અને વિકાસરૂપ એવી જેની નિરંતર શાશ્વતી પ્રતાપસંપદા છે એવા ચૈતન્યશકિતમાત્ર સ્વભાવભાવ વડે, ભગવાન આત્મા જ જાણે છે કે-૫૨માર્થે હું એક છું તેથી, જોકે સમસ્ત દ્રવ્યોના પરસ્પર સાધારણ અવગાહનું (–એકક્ષેત્રાવગાહનું) નિવારણ કરવું અશકય હોવાથી મારો
* આ ગાથાનો અર્થ આમ પણ થાય છેઃ- જરાય મોહ મારો નથી હું એક છું' એવું ઉપયોગ જ ( –આત્મા જ) જાણે તે ઉપયોગને (–આત્માને ) સમયના જાણનારા મોહ પ્રત્યે નિર્મમ (મમતા વિનાનો) કહે છે
× ભાવવું = બનાવવું; ભાવ્યરૂપ કરવું.
=
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #201
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૬ ]
( સ્વાયત્તા) सर्वतः स्वरसनिर्भरभावं चेतये स्वयमहं स्वमिहैकम् । नास्ति नास्ति मम कश्चन मोह: शुद्धचिद्धनमहोनिधिरस्मि ।। ३० ।।
[ ૧૮૯
આત્મા ને જડ, શિખંડની જેમ, એકમેક થઈ રહ્યાં છે તોપણ, શિખંડની માફક, સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદના ભેદને લીધે, હું મોઢુ પ્રતિ નિર્મમ જ છું; કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય (આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ) એવો ને એવો જ સ્થિત રહે છે. (દહીં ને ખાંડ મેળવવાથી શિખંડ થાય તેમાં દહીં ને ખાંડ એક જેવાં માલૂમ પડે છે તોપણ પ્રગટરૂપ ખાટા-મીઠા સ્વાદના ભેદથી જુદાં જુદાં જણાય છે; તેવી રીતે દ્રવ્યોના લક્ષણભેદથી જડ-ચેતનના જુદા જુદા સ્વાદને લીધે જણાય છે કે મોહકર્મના ઉદયનો સ્વાદ રાગાદિક છે તે ચૈતન્યના નિજસ્વભાવના સ્વાદથી જુદો જ છે.) આ રીતે ભાવકભાવ જે મોહનો ઉદય તેનાથી ભેદજ્ઞાન થયું.
ભાવાર્થ::- આ મોહકર્મ છે તે જડ પુદ્દગલદ્રવ્ય છે; તેનો ઉદય કલુષ (મલિન ) ભાવરૂપ છે; તે ભાવ પણ, મોહકર્મનો ભાવ હોવાથી, પુદ્દગલનો જ વિકા૨ છે. આ ભાવકનો ભાવ છે તે જ્યારે આ ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે. જ્યારે તેનું ભેદજ્ઞાન થાય કે ચૈતન્યની શક્તિની વ્યક્તિ તો જ્ઞાનદર્શનોપયોગમાત્ર છે અને આ લુપતા રાગદ્વેષમોહરૂપ છે તે દ્રવ્યકર્મરૂપ જડ પુદ્દગલદ્રવ્યની છે', ત્યારે ભાવકભાવ જે વ્યકર્મરૂપ મોહનો ભાવ તેનાથી અવશ્ય ભેદજ્ઞાન થાય છે અને આત્મા અવશ્ય પોતાના ચૈતન્યના અનુભવરૂપ સ્થિત થાય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [૪] આ લોકમાં [ä] હું [સ્વયં] પોતાની જ [ ં સ્વ] પોતાના એક આત્મસ્વરૂપને [ ચેતયે] અનુભવું છું [ સર્વત: સ્વ-રસ-નિર્ભર—માવું] કે જે સ્વરૂપ સર્વતઃ પોતાના નિજ૨સરૂપ ચૈતન્યના પરિણમનથી પૂર્ણ ભરેલા ભાવવાળું છે; માટે [ મોહ: ] આ મોહ [ મ ] મારો [શ્વન નાસ્તિ નાસ્તિ] કાંઈ પણ લાગતોવળગતો નથી અર્થાત્ એને અને મારે કાંઈ પણ નાતો નથી. [શુદ્ધ—વિ-ધન-મહ:-નિધિ: અસ્મિ] હું તો શુદ્ધ ચૈતન્યના સમૂહરૂપ તેજ:પુંજનો નિધિ છું. (ભાવભાવના ભેદ વડે આવું અનુભવ કરે.) ૩૦.
એવી જ રીતે, ગાથામાં ‘મોહ’ પદ છે તેને બદલી, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન, સ્પર્શન-એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #202
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
સોળ પદનાં જુદાં જુદાં સોળ ગાથાસૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
હવે શિષ્ય આશંકા કરીને પૂછે છે-આશંકા એટલે આપની વાત યથાર્થ નથી એમ શંકાશીલ થઈને નહિ પણ આપ શું કહો છો એ પોતાની સમજમાં બેઠું નથી તેથી સમજવા માટેના પ્રશ્નને આશંકા કહે છે. એમ આશંકા કરીને પૂછે છે કે આ અનુભૂતિથી પરભાવનું ભેદજ્ઞાન કેવા પ્રકારે થયું? તેવી આશંકાના ઉત્તરરૂપે પ્રથમ, જે ભાવકભાવમોહકર્મના ઉદયરૂપ ભાવ, તેના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છે.
* ગાથા ૩૬ : ટીકા ઉપરનું પ્રવચન *
નિશ્ચયથી એટલે ખરેખર ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ થઈને ભાવકરૂપ થતો જે કર્મનો ઉદય, તેના વડે રચાયેલો જે ભાવ્યરૂપ મોહ તે મારો કાંઈ પણ લાગતા-વળગતો નથી. કર્મના નિમિત્તથી રચાતા મોહભાવને અને મારે કાંઈ પણ સંબંધ નથી, કેમ કે હું જ્ઞાયકભાવ છું અને રાગભાવ વડે મારું થવું એ અશકય છે. મારામાં મોટું છે જ નહિ. હું તો નિર્મોહી ભગવાન આત્મા છું. ૧૪ પ્રકારના અત્યંતર પરિગ્રહ-મિથ્યાત્વ, ૪ કષાય અને ૯ નોકષાય તથા ૧૦ પ્રકારના બાહ્ય પરિગ્રહ-ક્ષેત્ર, વાસ્તુ, સોનું, ચાંદી, ધન, ધાન્ય, દાસ, દાસી, વસ્ત્ર અને વાસણ-એ સર્વ મારામાં છે જ નહિ. તેમ જ બાહ્ય પરિગ્રહું પ્રત્યેનો રાગ પણ મારામાં નથી. પરિગ્રહ પ્રત્યેની વૃત્તિ ઊઠે છે તે મારા સ્વરૂપમાં છે જ નહિ. જેને અત્યંતર પરિગ્રહનો ત્યાગ છે તેને બાહ્ય પરિગ્રહનો ત્યાગ અસદ્દભૂત વ્યવહારનયે કહેવાય છે. જાઓ, વસ્ત્ર અને વાસણ એ બાહ્ય પરિગ્રહમાં કહ્યાં છે. એટલે વસ્ત્ર અને પાત્ર સર્વ પરિગ્રહત્યાગી નિગ્રંથ મુનિને હોય જ નહિ.
અહીં કહે છે કે પુદગલદ્રવ્ય ભાવકરૂપે થઈને મોહને રચે છે. અહીં જે મોહની વાત છે તે ચારિત્રમોહની વાત છે. સમક્તિ પછીની વાત છે, મિથ્યાત્વની વાત નથી. પર તરફના વલણવાળો જે ભાવ-રાગદ્વેષ છે તે મોટું છે. તે મોહ મારો કાંઈ પણ સંબંધી નથી. પર તરફની સાવધાનીનો જે ભાવ છે તે મારો નથી. મારા સ્વભાવ તરફની સાવધાનીનો જે ભાવ છે તે મારો છે. જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ આત્માને અને પર તરફના સાવધાનીના ભાવને કાંઈ લાગતું-વળગતું નથી. ભાવક મોહકર્મ અને તેની તરફના વલણવાળો જે ભાવ છે તેની સાથે મારે કાંઈ પણ સંબંધ નથી, કારણ કે એક ચૈતન્યધાતુ જ્ઞાયકસ્વભાવભાવનું પરમાર્થ પરના ભાવ વડે થવું-ભાવ્યરૂપ થવું અશકય
ધર્મી જીવ આગળ વધીને પચ્ચકખાણ કરે છે એની આ વાત છે. જડ મોહકર્મ તે ભાવક છે અને આત્માનો ઉપયોગ જે પર તરફના વલણવાળો થઈને રાગદ્વેષભાવયુક્ત પરિણમે છે એ તેનું ભાવ્ય છે. પુદ્ગલદ્રવ્ય, ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ થઈને ભાવકરૂપે થાય છે ત્યારે તેના નિમિત્તે પર તરફનો વિકારીભાવ-મોહ રચાય છે. અહીં કહે છે કે આ મોહ મારો કોઈપણ સંબંધી નથી કારણ કે હું તો જ્ઞાનદર્શનશક્તિની વ્યક્તતા રૂપ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #203
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૬ ]
[ ૧૯૧
જ્ઞાનદર્શનઉપયોગસ્વરૂપ છું. જેમ કર્મ ભાવકરૂપ થાય છે તો મોહ રચાય છે તેમ હું જ્ઞાનદર્શનઉપયોગસ્વભાવી તત્ત્વ છું, જેથી મારી પર્યાયમાં જ્ઞાનદર્શનશક્તિની વ્યક્તતા થાય; એ વ્યક્તતારૂપ ઉપયોગ તે મારી ચીજ છે પરંતુ મોહ એ મારી ચીજ નથી. કર્મના નિમિત્તે થતા રાગદ્વેષના પરિણામ જે ઉપયોગમાં ઝળકે છે તે હું નથી, કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવભાવ શુદ્ધચૈતન્યઉપયોગસ્વભાવી વસ્તુનું વિકારરૂપ ભાવ્યપણે થવું અશકય છે.
હું તો ચૈતન્યશક્તિસ્વભાવવાળું તત્ત્વ છું. તેથી મારો જે વિકાસ થાય એ પણ જાણવા-દેખવાના પરિણામરૂપે જ થાય છે. ભાવકકર્મના નિમિત્તે જે વિકાર થાય એ મારો વિકાસ નહિ. પર્યાયમાં પણ વિકાર ન થાય એવું મારું સ્વરૂપ છે. શક્તિરૂપે તો આત્મા જ્ઞાયક છે જ. પરંતુ તેથી વ્યક્તતા અને પ્રગટતા થાય તે પણ જ્ઞાનદર્શનઉપયોગસ્વરૂપે જ થાય. રાગ-દ્વેષના વિકારરૂપે થવું એવી શક્તિ તો નથી પણ તેવી પર્યાયની વ્યક્તતાપ્રગટતા થાય એ પણ નથી. અહાહા ! જીવ અધિકારની છેલ્લી ગાથાઓ છે ને? તેથી જીવથી અજીવને તદ્દન જુદો પાડે છે. ચૈતન્યશક્તિની પ્રગટતાનું વિકારરૂપ થવું અશકય
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ઉપયોગસ્વરૂપ છે, અને તેની વ્યતા-પ્રગટતા જાણવા-દેખાવારૂપે જ હોય છે. એની શક્તિમાંથી વિકારના પરિણામ પ્રગટે એ અશકય છે. આવો ભગવાન આત્મા જેની નિરંતર શાશ્વતી સંપદા છે તે, ચૈતન્યશક્તિમાત્ર સ્વભાવભાવ વડે અર્થાત્ જાણવા-દેખવાના સ્વભાવભાવ વડે જાણે છે કે હું એક છું. જાણવા-દેખવાના સ્વભાવે હું એક છું. જાઓ, આમાં પ્રભુત્વશક્તિ લીધી છે. આત્મામાં એક પ્રભુત્વશક્તિ છે જે વડે તે અખંડ પ્રતાપ વડે સ્વતંત્રપણે શોભાયમાન છે. આવા આત્માની વિશ્વને પ્રકાશવામાં ચતુર, વિકાસરૂપ, નિરંતર શાશ્વતી સંપદા છે. આ બાહ્ય મકાન-કુટુંબ આદિ સંપદા આત્માની નથી, એ તો જડ છે. અહીં કહે છે કે ભગવાન આત્મા ચૈતન્યશક્તિના સ્વભાવ-સામાણ્ય વડે એમ જાણે છે કે પરમાર્થે હું એક છું. રાગ અને હું એમ બે થઈને એક છું એમ નહિ, પણ રાગથી ભિન્ન હું તો ચૈતન્યશક્તિમાત્ર એક છું.
તેથી જો કે મારો ચૈતન્યસ્વભાવ અને જગતનાં બીજાં દ્રવ્યો એક ક્ષેત્રે રહે છે તોપણ ભિન્નભિન્ન છે. પરસ્પર સાધારણ અવગાહનું નિવારણ કરવું અશકય હોવાથી એક જ ક્ષેત્રે હોવા છતાં આત્મા અને જડ, શિખંડની જેમ, ભિન્ન છે. શિખંડમાં જેમ ખટાશ અને મીઠાશ એક ક્ષેત્રમાં રહેલી છે છતાં ખટાશ અને મીઠાશનો સ્વાદ તદ્દન ભિન્ન છે તેમ આત્મા અને જડ એકમેક (જેવા) થઈ રહ્યા છે તો પણ સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદભેદને લીધે ભિન્ન છે. ભગવાન આત્માનો સ્વાદ અનાકુળ આનંદરૂપ અને કર્મના ફળનો-રાગનો સ્વાદ દુઃખરૂપ છે. એમ બન્ને ભિન્નભિન્ન છે.
ભગવાન આત્મા અનાકુળ આનંદના સ્વભાવથી ભરેલો પ્રભુ છે. તેની અનાકુળ આનંદના વેદનવાળી જે પર્યાય પ્રગટ થાય છે તેનો સ્વાદ રાગના સ્વાદથી તદ્દન જુદો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #204
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
કોઈ લોકો એમ માને છે કે સાકરનો અને અફીણનો સ્વાદ આવે છે. પરંતુ એ તો જડ ચીજ છે. તેનો સ્વાદ કોઈને આવતો નથી. પરંતુ તે તરફનું લક્ષ કરીને આ ઠીક અને આ અઠીક એમ જે રાગદ્વેષ કરે છે એ રાગદ્વેષનો સ્વાદ આવે છે, તેનું વેદન થાય છે. અહીં કહે છે કે એ સ્વાદ પણ, જ્ઞાનસ્વભાવી અનાકુળ આનંદના સ્વભાવનો સાગર પ્રભુ આત્મા છે તેની વ્યક્ત દશાના સ્વાદથી ભિન્ન છે. આત્મા અને જડ, શિખંડની જેમ એકમેક થઈ રહ્યા છે તોપણ સ્વાદભેદને લીધે ભિન્ન છે. જેમ શિખંડમાં મીઠો અને ખાટો સ્વાદ ભિન્નભિન્ન છે તેમ જડ અને આત્માનો સ્વાદ અનુભવમાં સ્પષ્ટ ભિન્ન જણાય છે. જ્ઞાનીની વસ્તુના સ્વભાવ ઉપર દૃષ્ટિ હોવાથી, વસ્તુશક્તિની વ્યક્તતા જે આનંદ પ્રગટે છે તે સ્વાદમાં જણાય છે. તેથી કહે છે કે-આમ સ્વાદ ભેદને લીધે હું મોહ પ્રતિ નિર્મમ છું.
અહીં મોહની વાત કરી છે તેમાં પર તરફના રાગાદિ બધાય ભાવો આવી જાય છે. તેનો સ્વાદ કલુષિત છે, જ્યારે ભગવાન આત્માનો સ્વાદ આનંદ છે, જે કલુષિતતાથી ભિન્ન છે. તેથી મોહ પ્રત્યે હું નિર્મમ જ છું. કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી હું તો એકરૂપ જ્ઞાયક છું. જ્ઞાયકપણાના લીધે જ્ઞાનપણાના પરિણમન સહિત એવો ને એવો સદાય સ્થિત છું. અહાહા! કર્મના નિમિત્તથી-ભાવકથી જે રાગાદિ ભાવ્ય થાય છે તેનો સ્વાદ અને જ્ઞાયકસ્વભાવની પરિણતિમાં જે આનંદ આવે છે તેનો સ્વાદ ભિન્ન છે એમ ભેદજ્ઞાન થવાથી હું તો એકરૂપ-જ્ઞાયકરૂપે જ છું. આ બીજો સ્વાદ છે એ બીજાનો છે, મારો નથી એમ જણાય છે.
દહીં અને ખાંડ મેળવવાથી શિખંડ થાય છે. એમાં દહીં અને ખાંડ એકમેક જેવાં માલુમ પડે છે તોપણ પ્રગટ ખાટા-મીઠા સ્વાદના ભેદથી બન્ને જુદાં જુદાં જણાય છે. તેવી રીતે દ્રવ્યકર્મના ઉદયનો સ્વાદ જે રાગાદિ છે તે, ભગવાન શાયકસ્વભાવની જે પરિણતિ પ્રગટ થાય છે તેનાથી સ્વાદભેદને લીધે ભિન્ન છે. દ્રવ્યકર્મ જે જડ છે તે ભાવક છે અને તેના તરફનો ભાવ્યરૂપ જે રાગ છે તેના સ્વાદની જાત આત્માથી ભિન્ન છે. રાગનો સ્વાદ લુષિત આકુળતામય છે અને ભગવાન આત્માનો સ્વાદ અનાકુળ આનંદ છે. આમ સ્વાદભેદથી-લક્ષણભેદથી ભેદજ્ઞાન કરવું એ ધર્મધારા છે, ધર્મ છે. કર્મના સંબંધે જેટલી અસ્થિરતા-વ્યાકુળતા થાય છે તે મા૨ી ચીજ નથી, કેમ કે હું તો જ્ઞાયકસ્વભાવી ચૈતન્યમાત્ર છું. મોહ-રાગાદિ અને જ્ઞાયકભાવ એમ બેપણે હું નથી. હું તો એક જ્ઞાયકમાત્ર જ છું, એકરૂપ જ છું એમ જે આત્માના ઉપયોગથી જાણે છે તેને સમયના જાણનારાઓ મોહનિર્મમ કહે છે. અંતઃસ્વભાવની સાવધાનીના ઉપયોગમાં રાગનો સ્વાદ આવતો નથી તેથી તેના પ્રત્યે નિર્મમત્વ થાય છે, તે જ્ઞાની રાગમાં જોડાતો નથી. અહીં પરિપૂર્ણ સ્થિરતા થઈ તદ્દન જુદો પડી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાંસુધીની વાત લીધી છે.
ચૈતન્યદળ જે વસ્તુ આખી છે, જે જીવતર શક્તિ, ચૈતન્યશક્તિ, સુખશક્તિ,
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #205
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૬ ]
[ ૧૯૩
વીર્યશક્તિ ઇત્યાદિ અનંત શક્તિઓના સામર્થ્યવાળું તત્ત્વ છે તેનો જ્યાં અંતર-સન્મુખ થઈ સ્વીકાર કર્યો ત્યાં આનંદની ધારા પર્યાયમાં વ્યક્ત થઈ. હું તો ઉપયોગમય છું, જે રાગાદિ જણાય છે, ભાવકનું ભાગ્ય થાય છે તે હું નથી. જેમ ધૂળધોયો ધૂળને, બંગડીના કટકાને, પિત્તળની કરીને અને સોનાની કણીને હળવા અને ભારે વજનના લક્ષણભેદથી ભિન્ન કરે છે તેમ આ ભગવાન આત્મા, રાગ અને સ્વભાવને સ્વાદભેદથી ભિન્ન જાણી, જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરી રાગને ભિન્ન પાડે છે. પૂર્ણ આનંદનું ધામ એવા સ્વભાવની સત્તાનો સ્વીકાર હોવાથી જ્ઞાની, આનંદના સ્વાદને અને રાગના સ્વાદને વ્યક્ત પર્યાયમાં ભિન્ન જાણે છે. ભાઈ ! ધર્મ બહુ સૂક્ષ્મ છે, અપૂર્વ છે. અનંતકાળમાં અનેક ક્રિયાકાંડ-ભક્તિ, વ્રત, તપ, પૂજા ઇત્યાદિ કર્યા, પણ આ કર્યું નથી. આનો ઉપદેશ પણ વિરલ છે.
આમ રાગ તરફના વલણને છોડીને ચૈતન્યસ્વભાવના સામર્થ્ય પ્રતિ વલણ કરતાં શક્તિમાંથી આનંદની ધારા સ્વાદમાં આવે છે. તે રાગથી જુદી-ભિન્ન છે. રાગ તો જડ અચેતન છે. તેમાં ચૈતન્યના-જ્ઞાનના કિરણનો અંશ નથી. રાગનો જે સ્વાદ છે તે કલુષિત છે અને ભગવાન ચૈતન્યનો સ્વાદ આનંદ છે. આમ સ્વાદભેદના કારણે બન્ને જુદા પડે છે. જીવને તથા અજીવને તદ્દન જુદા પાડવા છે ને? મોહકર્મના ઉદયનો સ્વાદ રાગાદિ છે. તે ચૈતન્યના સ્વાદથી તદ્દન જુદો જણાય છે. આ રીતે ભાવકનો ભાવ જે મોહનો ઉદય છે તેનાથી ભેદજ્ઞાન થયું. એટલે કે કર્મના નિમિત્તે જે રાગભાવ થતો હતો તેને લક્ષણભેદથી ભિન્ન જાણી ભેદજ્ઞાનપૂર્વક આત્માના સ્વભાવથી જુદો પાડયો.
* ગાથા ૩૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
આ મોહકર્મ છે તે જડ પુદ્ગલદ્રવ્ય છે; અને તેનો જે ઉદય આવે છે તે કલુષિત મલિન ભાવરૂપ છે. એટલે કે કર્મ જડ અજીવ છે અને તેના નિમિત્તે થતો રાગાદિભાવ તે કલુષિત અને મલિન છે. રાગાદિ વિકારભાવ મોહકર્મનો ભાવ હોવાથી પુદ્ગલનો જ વિકાર છે, એ જ્ઞાયકની અવસ્થા નથી. હવે કહે છે કે ભાવક જે કર્મ છે તેનાથી થયેલો વિકાર જ્યારે ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે. પરંતુ ચૈતન્યની શક્તિની વ્યક્તિ તો જ્ઞાનદર્શન-ઉપયોગમાત્ર છે. એટલે કે ચૈતન્યના સામર્થ્યની વ્યક્તિ જ્ઞાન-દર્શનના પરિણામરૂપ છે પણ રાગદ્વેષના પરિણામરૂપ નથી. ચૈતન્યમાં તો અનંત શક્તિઓનું સામર્થ્ય ભર્યું છે. જ્ઞાનસ્વભાવનું સામર્થ્ય, દર્શનસ્વભાવનું સામર્થ્ય, સુખનું, આનંદનું, સત્તાનું, જીવતરનું એમ અનંતશક્તિઓનું સામર્થ્ય ભગવાન આત્મામાં ભર્યું છે. આવા અનંત સામર્થ્યમંડિત ચૈતન્યની દશા તો જ્ઞાન-દર્શન-ઉપયોગમય શુદ્ધ જ હોય છે. ઉપયોગમાં બધું જણાય છે તેથી અહીં ઉપયોગની મુખ્યતાથી વાત લીધી છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #206
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
આત્માની જ્ઞાન-દર્શન શક્તિની વ્યક્તતા જાણવા-દેખવાની થાય છે. આત્માનું વ્યક્તિત્વ જે જાણવા-દેખવાની વ્યક્ત દશા થાય તે છે. પરંતુ રાગનું પરિણમન થાય એવું તેનું સ્વરૂપ નથી. રાગની રચના કરે એવો કોઈ ગુણ કે શક્તિ ચૈતન્યસ્વરૂપ આત્મામાં નથી. ચૈતન્યદ્રવ્ય છે, તેની ચૈતન્યશક્તિ છે અને તેની પર્યાય-વ્યક્તિ જાણવા-દેખવાની થાય છે. ભાઈ ! વીતરાગમાર્ગ જગતથી જુદો છે. લોકોએ તેને ક્રિયાકાંડમાં મનાવી દીધો છે. અહીં કહે છે કે વ્રતાદિનો જે વિકલ્પ છે તે અચેતન છે, જડ છે. એ કાંઈ ચૈતન્યશક્તિની વ્યક્તતા-પ્રગટતા નથી. અહાહા ! વસ્તુ આખું ચૈતન્યદળ છે અને ચૈતન્યપણું એ તેની શક્તિ-ગુણ છે. તો તેની વ્યક્તતા ચૈતન્યના એટલે જ્ઞાન-દર્શનના ઉપયોગમય જ હોય ને? તેની પ્રગટતામાં રાગદ્વેષ કેવી રીતે હોય?
ભેદજ્ઞાન થતાં જે રાગદ્વેષમોહરૂપ કલુપતા અથવા મલિનતાનો ભાવ છે તે દ્રવ્યકર્મરૂપ જડ પુદ્ગલદ્રવ્યની વ્યક્તતા છે એમ જણાય છે. નિશ્ચયથી રાગ પુદ્ગલનો છે; કેમકે વિકાર-રાગ એ કોઈ ચૈતન્યશક્તિની વ્યક્તતા નથી. વ્યવહારરત્નત્રયનો વિકલ્પ પણ નિશ્ચયથી જ્ઞાનસ્વભાવની જાણકશક્તિના સામર્થ્યમાંથી આવેલો નથી. તેથી તે જડ છે. જાણકશક્તિના સામર્થ્યમાંથી તો માત્ર જાણવા-દેખવાના પરિણામ થાય છે. તે પરિણામ રાગાદિને જાણે છે પરંતુ તે રાગાદિ મારા છે એમ જાણે નહિ.
ભાવક એટલે કર્મનો ઉદય અને તે ભાવકથી થયેલા રાગ-દ્વેષ તે ભાવકના ભાવ છે. પરંતુ રાગ-દ્વેષ જ્ઞાયકના ભાવ નથી. અહાહા! આ સમજવા કેટલી ધીરજ જોઈએ! સ્વભાવના અવલંબને ભેદજ્ઞાન પ્રગટે છે ત્યારે રાગની કલુષિતતા ઉપયોગથી ભિન્ન, જડ પુગલદ્રવ્યની છે એમ ભાસે છે. અને ત્યારે ભાવકભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહનો ભાવ છે તેનાથી અવશ્ય ભેદભાવ થાય છે. મોહકર્મના નિમિત્તે જે જે રાગ થાય છે તે ભાવકનો ભાવ છે પરંતુ જ્ઞાયકનો નથી. આવું ઝીણું પડે, પરંતુ ભાઈ ! તારામાં એ સમજવાની તાકાત છે. અરે ! તારામાં તો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન લેવાની તાકાત છે. પ્રભુ! તારી પ્રભુતાની શી વાત ?
ભગવાન પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યસ્વરૂપે અચળપણે અંદર બિરાજમાન છે. તે અનંત અનંત શાંતિ, સુખ, જ્ઞાન અને આનંદનો સાગર છે. તે ઉછળે ત્યારે તેમાંથી જ્ઞાન અને આનંદની પરિણતિ આવે છે. ફુવારામાં જેમ મશીન ચાલુ કરતાં પાણી આવે છે-ઊડ છે તેમ ચૈતન્યસ્વરૂપ ઉપર દષ્ટિનું જોર જતાં અર્થાત્ ભગવાન આત્મા અનંત શક્તિઓથી ભરેલું એક સત્ત્વ છે એમ વિશ્વાસ આવતાં, જેટલું અંદર સ્વભાવમાં એકાગ્રતાનું દબાણજોર થાય એટલી આનંદની ધારા વહે છે. ભેદજ્ઞાન થતાં, ભાવકભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહભાવ છે તેનાથી જરૂર શાકભાવનો ભાવ જુદો થાય છે અને આત્મા જરૂર પોતાના ચૈતન્યના અનુભવરૂપ સ્થિત થાય છે, જેને જ્ઞાયકભાવનો સત્કાર થયો છે અર્થાત્ આ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #207
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૬ ]
[ ૧૯૫
પૂર્ણાનંદનો નાથ સ્વભાવનો સાગર છે, ગુણનું ગોદામ છે એમ જેની દષ્ટિપ્રતીતિના જોરમાં આવ્યું છે તે આત્મા અંતરમાં વિશેષ વિશેષ સ્થિર થઈને શક્તિની જ્ઞાન અને આનંદની વ્યક્તતાઓ પ્રગટ કરી રાગથી-ભાવકના ભાવથી-ભિન્ન પડી જાય
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે –
* કળશ ૩૦: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * આ કળશનો “કહૈ વિચચ્છન...” એમ સમયસાર નાટકમાં શ્રી બનારસીદાસે છંદ લખ્યો છે. છંદ આ પ્રમાણે છે :
કહું વિચપ્શન પુરુષ સદા મેં એક હોં,
અપને રસોં ભયૌ આપની ટેક હોં, મોહકર્મ મમ નાંહિ નાંહિ ભ્રમકૂપ હૈ,
સુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ. ધર્માત્મા જ્ઞાનીને વિચક્ષણ પુરુષ કહેવાય છે. દુનિયાના ડાહ્યા તો ખરેખર પાગલ છે. અહીં સમ્યગ્દષ્ટિ-વિચક્ષણ પુરુષ એમ કહે છે અર્થાત્ એમ વિચારે છે કે-હું તો સદા એક છું. રાગના સંબંધવાળો હું નથી. હું તો જ્ઞાયકની પરિણતિ જે નિર્મળ પ્રત્યક્ષ આસ્વાદરૂપ છે તેના સ્વભાવથી એકરૂપ છું. મારા એકસ્વરૂપમાં બગડ બે એમ બીજા ભાવ-રાગના ભાવનો બગાડ નથી. હું તો નિજ ચૈતન્યરસથી ભરપૂર ભરેલો મારા પોતાના આશ્રયે છું. એટલે કે મારી પર્યાયનો દોર ચૈતન્યના ત્રિકાળી ધ્રુવ (સ્વરૂપ) ઉપર લાગ્યો છે. પર્યાયની ધારા દ્રવ્યથી તન્મયપણે છે તેથી કહ્યું કે સદાય હું એક છું, મારા જ્ઞાનરસથી ભરપૂર, મારા આશ્રયે જ છું. રાગનો આશ્રય મને નથી. અહાહા ! હું અતીન્દ્રિય આનંદરસ અને જ્ઞાનરસથી અનાદિથી ભરપૂર ભરેલો છે. એ જ્ઞાનદર્શનસ્વભાવની મને રુચિ થઈ એટલે કે સ્વભાવનો રસ પ્રગટ થયો તેથી રાગના રસની જે રુચિ હતી તે નીકળી ગઈ. રસ એટલે કે તદાકાર-એકાકાર થવું. એક જ્ઞાયકમાં એકાકાર લીન થવું અને બીજ એકાકાર ન થવું તે જ્ઞાન-દર્શનનો રસ છે.
રાગાદિ છે એ તો ભ્રમણાનો કૂવો છે, એ મારું સ્વરૂપ નથી. આ રાગ-દ્વેષ, અને પુણ્ય-પાપનો વિકાર એ ભ્રમકૂપ છે. ભાવકના ભાવથી ઉત્પન્ન થયેલી વિકારી દશા, પર તરફની સાવધાનીની દશા એ મારી નથી. કારણ કે હું તો એકલો શુદ્ધ ચેતનાનો સિંધુદરિયો છું. શુદ્ધ ચૈતન્યસિંધુ એ મારું સ્વરૂપ છે. અરે ! પોતે આત્મા કોણ છે અને તે કેવો છે એની વાત કદી સાંભળી નહિ અને બહારની કડાકૂટમાં અનાદિથી એમ ને એમ મરી ગયો છે.
જીવ અધિકારની આ બધી આખરની ગાથાઓ છે. તેથી કહે છે કે “તયે સ્વયમ કદમ સ્વમ રૂદ મ’ આ લોકમાં હું પોતાથી જ પોતાના એક આત્મસ્વરૂપને અનુભવું છું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #208
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
મારું જ્ઞાયકસ્વરૂપ છે તેને હું વેદનમાં લઉં છું. એક જ્ઞાયકને અનુભવું છું, વંદું છું. મારા વેદનમાં રાગનું વેદન નથી. આવી વાત સમજવામાં પણ કઠણ પડે તો પ્રયોગ તો કયારે કરે? વીતરાગ જિનેશ્વરદેવનો આ માર્ગ અપૂર્વ છે. જેણે ત્રણકાળ ત્રણલોકને કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ જાણ્યા તેની દિવ્યધ્વનિમાં આવેલો આ માર્ગ છે અને સંતોએ તે સર્વજ્ઞની વાણી અનુસાર કહ્યો છે.
ધર્મી કહે છે કે હું તે સ્વરૂપને અનુભવું છું જે “સર્વત: સ્વરનિર્મરમાવ” સર્વતઃ નિજરસરૂપ ચૈતન્યના પરિણમનથી પૂર્ણ ભરેલા ભાવવાળું છે. પરિણમન એટલે નિર્મળ સ્વભાવવાળું. આ ત્રિકાળી દ્રવ્યની વાત છે. ચૈતન્યનું પરિણમન ચૈતન્યના સ્વભાવથી પરિપૂર્ણ ભરેલા ભાવવાળું છે. માટે “નાસ્તિ નાસ્તિ મને ન મોદ:' આ મોહ મારો કાંઈ પણ લાગતા-વળગતો નથી. તેને અને મારે કાંઈ પણ નાતો-સંબંધ નથી. કારણ કે “શુદ્ધવિનમgોનિધિઃ સ્મિ' હું તો શુદ્ધ ચૈતન્યના સમૂહરૂપ તેજ:પુંજનો નિધિ છું આમ જ્ઞાની પરિણમનમાં વેદે છે.
શુદ્ધ ચૈતન્ય-આનંદનો સાગર ભગવાન આત્મા છે. જીવત્વ, ચિતિ, દશિ, જ્ઞાન, સુખ, વીર્ય પ્રભુત્વ ઇત્યાદિ અનંત અનંત શક્તિઓનું અનંત અનંત સામર્થ્ય તે આત્મા છે. જે અનંત શક્તિઓ છે તે એક એક શક્તિનું પણ અનંત સામર્થ્ય છે. આવા અનંત શક્તિના સામર્થ્યવાળું મારું તત્ત્વ છે. આવા સ્વરૂપને હું પ્રત્યક્ષ આનંદના આસ્વાદરૂપ અનુભવું છું. હું શુદ્ધ ચૈતન્યના સમૂહરૂપ તેજ:પુંજનો નિધિ છું એમ પરિણતિ વેદે છે, જાણે છે. આ પરિણતિ તે ધર્મ છે. કેટલાક કહે છે કે આ સોનગઢથી નવો ધર્મ કાઢયો. પણ આ
ક્યાં સોનગઢનું છે? આ શુદ્ધચિદાનમહોનિધિ અનાદિ છે ને? ધર્મી જીવ એમ જાણે છે કે-હું શુદ્ધ ચિધ્ધન અર્થાત્ શુદ્ધ જ્ઞાનસમૂહનું નિધાન, શુદ્ધઆનંદઘનનું નિધાન, શુદ્ધ વીર્યવનનું નિધાન, શુદ્ધ ıશક્તિનું નિધાન, શુદ્ધ કર્મશક્તિનું પૂર્ણ નિધાન-ભંડાર છું.
કર્મના ચાર પ્રકાર છે. (૧) કોઈ પણ જડની અવસ્થા થાય તે કર્મ છે. આ શરીરાદિની અવસ્થા છે તે તેના ર્તાનું કર્મ છે. જડ પરમાણુ ક્ત છે. તેનું એ કાર્ય છે એટલે કર્મ છે, પર્યાય છે. જે જડ દ્રવ્યકર્મ છે તે પણ જડ દ્ઘનું પરિણમન છે-કર્મ છે.
(૨) પુણ્ય-પાપનો વિકાર, મિથ્યાત્વનો ભાવ તે ભાવકર્મ-વિકારી કર્મ છે. રાગદ્રષ-મોહના પરિણામ એ વિકારી કર્મ છે.
(૩) નિર્મળ પરિણતિ તે પણ કર્મ છે. આત્માના આનંદના વેદનની ક્રિયાશુદ્ધતાનો અનુભવ તે પણ નિર્મળ પરિણમનરૂપ કર્મ છે.
(૪) ત્રિકાળ રહેનાર શક્તિ-સામર્થ્ય અંદર પડ્યું છે તે પણ કર્મ છે. કાર્ય થવાનું સામર્થ્ય છે તે કર્મશક્તિ છે. કાર્ય થવાનું સામર્થ્ય પોતાનામાં હોવાથી તેના કાર્ય માટે નિમિત્ત કે પરની અપેક્ષા નથી. કાર્યરૂપ થવાની કર્મશક્તિ વસ્તુમાં ત્રણેકાળ પડી છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #209
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૬ ]
| [ ૧૯૭
આવો ચિઘનપરિપૂર્ણ શક્તિઓથી ભરેલો ભંડાર–તે હું છું એમ જેના અનુભવમાં આવે છે તે અનુભવ એક નિર્વિકારી કર્મ-કાર્ય છે, અને તેને મોક્ષમાર્ગ કહે છે.
કર્મ અર્થાત્ કાર્ય-પર્યાય. આત્મામાં કર્મ નામનો ત્રિકાળ ગુણ છે. તેથી કાર્યપર્યાય તે કર્મ ગુણમાંથી આવે છે. એ કર્મ ગુણનું રૂપ બીજા અનંત ગુણોમાં છે. એક ગુણમાં બીજો ગુણ નથી, પણ એક ગુણમાં બીજા ગુણનું રૂપ છે. í ગુણનું રૂપ, કર્મ ગુણનું રૂપ વગેરેનું રૂપ બીજા અનંત ગુણમાં છે. એક ગુણમાં કે એક ગુણના આશ્રયે બીજો ગુણ છે એમ નહિ. ગુણો તો સર્વ દ્રવ્યના આશ્રયે છે. પણ એક ગુણમાં બીજા ગુણના રૂપનું સામર્થ્ય છે. કર્તા ગુણ છે તે જ્ઞાનગુણથી ભિન્ન છે. પણ જ્ઞાનગુણમાં કર્તા ગુણનું રૂપ છે. તેવી રીતે કર્મગુણનું પણ રૂપ છે. આવો શુદ્ધ ચૈતન્યઘનનો નિધિ હું છું એમ જ્ઞાની અનુભવે છે. અહાહા! તેના સ્વભાવના સામર્થ્યની શું શક્તિ છે! રાગરૂપે થવું એ કોઈ શક્તિ કે ગુણ નથી. વસ્તુ તો શુદ્ધ ચિઘન એટલે શુદ્ધ આનંદઘન, શુદ્ધ જ્ઞાનઘન, શુદ્ધ વીર્યઘન-એમ અનંતા ગુણનું ઘન-સમૂહ છે. ભાઈ ! તેને પ્રાપ્ત કરવા કેટલો પુરુષાર્થ જોઈએ ?
વીર્યનો વેગ જ્યાં અંતરમાં વળે છે ત્યાં જ્ઞાની એમ અનુભવે છે કે હું તો પૂર્ણ સ્વરૂપ નિધિ છું. હું શરીર નથી, રાગ નથી, પુણ્ય-પાપ નથી અને અલ્પજ્ઞ પણ નથી, તેમ જ એકગુણરૂપ પણ નથી; હું તો અનંતા ગુણનું એક નિધાન-ખાણ છું.
* ગાથા ૩૬ : ટીકા (પછીનો અંશ) ઉપરનું પ્રવચન *
આવી જ રીતે ગાથામાં જે “મોહ” પદ છે તેને બદલીને રાગ લેવો. રાગના ભાવકપણે હું નથી. કર્મ ભાવક છે અને તેનું ભાવ્ય રાગ છે. તે હું નથી. હું તો જ્ઞાયક છું. તેથી તે મારા જ્ઞાનમાં જણાવા યોગ્ય છે. પરંતુ તે રાગ મારા જ્ઞાનની પર્યાયમાં (તદ્રુપ) આવી જાય એવું મારું સ્વરૂપ નથી. એવી જ રીતે દ્વષ પણ જે કર્મ ભાવક છે તેનું ભાવ્ય છે. પણ તે જ્ઞાયકનું ભાગ્ય નથી. જ્ઞાયકનું ભાગ્ય તો વૈષને લક્ષમાં લીધા વિના જાણવું તે છે. તે જ પ્રમાણે ક્રોધ એ કર્મ-ભાવકનો ભાવ છે પણ જ્ઞાયકનો ભાવ નથી. હા, જ્ઞાયકનું ભાગ્ય જે જ્ઞાન તે જ્ઞાનમાં ક્રોધ જણાય છે ખરો, પણ તે ક્રોધ તે હું નહિ. જ્ઞાનમાં ક્રોધ જણાય છે એમ કહેવું તે વ્યવહાર છે. ખરેખર તો જ્ઞાનની પર્યાયનું
સ્વપરપ્રકાશકરૂપ વ્યક્ત થાય છે, અને તે હું છું પણ ક્રોધ હું નથી. આ તો પ્રવીણ એટલે વિચક્ષણ પુરુષના અનુભવની વાત છે.
અહાહા ! ભગવાનના મુખેથી છૂટતી દિવ્યધ્વનિ કેવી હશે ! આખા લોકના સ્વામી ઇન્દ્રો અને ગણધરો સભામાં સાંભળતા હોય અને ભગવાનના શ્રીમુખેથી અમૃતનો ધોધ વહેતો હોય એ વાણીમાં કેટકેટલું સ્પષ્ટીકરણ આવે? આચાર્ય ભગવંતો જો આટલી ચમત્કારિક વાતો કરે છે તો ભગવાનની દિવ્યધ્વનિની શી વાત ! અહાહા ! પંચમ આરાના છદ્મસ્થ મુનિઓ એમ કહે છે કે-અમે તો પૂર્ણ નિધિ છીએ. એમાંથી અનંત આનંદ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #210
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
અને અનંત જ્ઞાન (પ્રતિસમય) વહ્યા કરે તોપણ કદીય ખૂટે નહિ એવી (અવ્યય) શાશ્વત નિધિ છીએ. અરે ! આવડો અને આવો આત્મા છે એમ એને પ્રતીતિમાં આવતું નથી. કારણ કે હું પૈસાવાળો, બંગલાવાળો, કુટુંબવાળો, રાગવાળો, પુષ્યવાળો છું એમ આત્માને પામર તરીકે માન્યો છે. પરંતુ હું તો જગતમાં એક અનંત અનંત ગુણોના સામર્થ્યથી ભરેલું મહાનિધાન આત્મા છું એમ ધર્મીને પરિણતિ પોકાર કરે છે. વસ્તુ તો વસ્તુ જ છે. પણ એને જાણે કોણ? જ્ઞાનીની પરિણતિ જાણે છે કે હું આવો મહાનિધિ છું.
મોહ” પદ બદલીને માન, માયા, લોભ લેવાં. તે બધાં ભાવક કર્મનાં ભાવ્ય છે. એ બધાં જ્ઞાયકનાં સ્વરૂપ નથી. એ મારાં-જ્ઞાયકનાં નથી. શરીર, વાણી, મન અને પાંચ ઇન્દ્રિયો મારાં નથી. આમ સોળ પદ જુદાં જુદાં વ્યાખ્યાનરૂપ કરવાં, અને બીજાં પણ વિચારવાં. અસંખ્ય પ્રકારના શુભાશુભ ભાવ છે તે બધાય લેવા. એ બધાય જે વિભાવભાવ છે તે હું નથી, કેમકે એ બધા ભાવક-કર્મના ભાવ છે, જ્ઞાયકના ભાવ નથી અને હું તો એક જ્ઞાયકમાત્ર જ છું.
[ પ્રવચન નં. ૮૧-૮૨
*
દિનાંક ૧૯-૨-૭૬ થી ૨૦-૨-૭૬ ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #211
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૭.
अथ ज्ञेयभावविवेकप्रकारमाहणत्थि मम धम्मआदी बुज्झदि उवओग एव अहमेक्को। तं धम्मणिम्ममत्तं समयस्स वियाणया बेंति।।३७ ।।
नास्ति मम धर्मादिर्बुध्यते उपयोग एवाहमेकः। तं धर्मनिर्ममत्वं समयस्य विज्ञायका ब्रुवन्ति।। ३७ ।।
હવે શેયભાવના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છે :
ધર્માદિ તે મારાં નથી, ઉપયોગ કેવળ એક હું, -એ જ્ઞાનને, જ્ઞાયક સમયના ધર્મનિર્મમતા કહે. ૩૭.
* ગાથાર્થઃ- [વૃધ્યતે ] એમ જાણે કે [ ધર્મા]િ “આ ધર્મ આદિ દ્રવ્યો [મમ નારિત] મારાં કાંઈ પણ લાગતાવળગતાં નથી, [: ઉપયોT: ga] એક ઉપયોગ છે તે જ [ {] હું છું – [i] એવું જે જાણવું તેને [ સમયસ્ય વિજ્ઞાયT: ] સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપરૂપ સમયના જાણનારા [ ધર્મનિર્મમત્વે ] ધર્મદ્રવ્ય પ્રત્યે નિર્મમત્વ [ ઠુવત્તિ] કહે છે.
ટીકાઃ- પોતાના નિજરસથી જે પ્રગટ થયેલ છે, નિવારણ ન કરી શકાય એવો જેનો ફેલાવ છે તથા સમસ્ત પદાર્થોને પ્રસવાનો (ગળી જવાનો) જેનો સ્વભાવ છે એવી પ્રચંડ ચિન્માત્રશકિત વડે ગ્રામીભૂત કરવામાં આવ્યાં હોવાથી, જાણે અત્યંત અંતર્મગ્ન થઈ રહ્યાં હોય-જ્ઞાનમાં તદાકાર થઇ ડૂબી રહ્યાં હોય એવી રીતે આત્મામાં પ્રકાશમાન છે એવા આ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ, અન્ય જીવ-એ સર્વ પરદ્રવ્યો મારાં સંબંધી નથી; કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવપણાથી પરમાર્થે અંતરંગતત્ત્વ તો હું છું અને તે પદ્રવ્યો મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળાં હોવાથી પરમાર્થે બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે (કેમ કે પોતાના સ્વભાવનો અભાવ કરી જ્ઞાનમાં પેસતાં નથી.) વળી અહીં સ્વયમેવ, (ચૈતન્યમાં) નિત્ય ઉપયુક્ત એવો અને પરમાર્થ એક, અનાકુળ આત્માને
* આ ગાથાનો અર્થ આમ પણ થાય છે:-“ધર્મ આદિ દ્રવ્યો મારાં નથી. હું એક છું”
એવું ઉપયોગ જ જાણે, તે ઉપયોગને સમયના જાણનારા ધર્મ પ્રત્યે નિર્મમ કહે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #212
--------------------------------------------------------------------------
________________
૨૦૦ ]
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
(માલિની)
इति सति सह सर्वैरन्यभावैर्विवेके स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकम्। प्रकटितपरमार्थैर्दर्शनज्ञानवृत्तैः कृतपरिणतिरात्माराम एव प्रवृत्तः ।। ३१ ।।
અનુભવતો એવો ભગવાન આત્મા જ જાણે છે કે-ઢું પ્રગટ નિશ્ચયથી એક જ છું માટે, શેયજ્ઞાયભાવમાત્રથી ઊપજેલું પદ્રવ્યો સાથે પરસ્પર મળવું (મિલન ) હોવા છતાં પણ, પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્દગલ અને અન્ય જીવો પ્રત્યે હું નિર્મમ છું; કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય ( આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ) એવો ને એવો જ સ્થિત રહે છે; (પોતાના સ્વભાવને કોઈ છોડતું નથી ). આ પ્રકારે જ્ઞેયભાવોથી ભેદજ્ઞાન થયું.
અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :
શ્લોકાર્થ:- [ તિ] આમ પૂર્વોક્ત પ્રકારે ભાવકભાવ અને શૈયભાવોથી ભેદજ્ઞાન થતાં [ સર્વે: અન્યમાર્વે: સદ્ઘ વિવેò સતિ] સર્વ અન્યભાવોથી જ્યારે ભિન્નતા થઈ ત્યારે [ગયં ઉપયોગ: ] આ ઉપયોગ છે તે [ સ્વયં] પોતે જ [પુ ં આત્માનન્] પોતાના એક આત્માને જ [વિષ્રત્] ધારતો, [ પ્રતિપરમાર્થ: વર્શનજ્ઞાનવૃત્ત: તપરિગતિ: ] જેમનો ૫૨માર્થ પ્રગટ થયો છે એવાં દર્શનજ્ઞાનચારિત્રથી જેણે પરિણતિ કરી છે એવો, [ આત્મ-આરામે વ પ્રવૃત્ત: ] પોતાના આત્મારૂપી બાગ (ક્રીડાવન) માં જ પ્રવૃત્તિ કરે છે, અન્ય જગ્યાએ જતો નથી.
ભાવાર્થ:- સર્વ પદ્રવ્યોથી તથા તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવોથી જ્યારે ભેદ જાણ્યો ત્યારે ઉપયોગને રમવાને માટે પોતાનો આત્મા જ રહ્યો, અન્ય ઠેકાણું ન રહ્યું. આ રીતે દર્શનજ્ઞાનચારિત્ર સાથે એકરૂપ થયેલો તે આત્મામાં જ રમણ કરે છે એમ જાણવું.
૩૧.
હવે શેયભાવના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છે. આ આત્મા સિવાય સર્વજ્ઞ ૫રમેશ્વર, સિદ્ધ અને નિગોદથી માંડી બીજા બધાય અનંત આત્માઓ અને છયે દ્રવ્યો જે જ્ઞેય છે તે જ્ઞેયોથી ભેદજ્ઞાનની હવે વ્યાખ્યા કરે છે.
જ્ઞાયક એવો જીવનો પોતાનો સ્વભાવ છે. તેથી તે જ્ઞેયોને જાણે છે. જે જાણવાનું થાય છે એ કાંઈ જ્ઞેયની પરિણતિ નથી, પરંતુ જ્ઞાનની પરિણતિ છે. છતાં એ જ્ઞાનની પરિણતિ પોતાની છે એમ ન માનતાં જ્ઞેયને પોતાના માને છે એ મિથ્યાદર્શન છે. દેવ,
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #213
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૭ ]
[ ૨૦૧
ગુરુ, શાસ્ત્ર અને ધર્માદિ છ દ્રવ્યો એ બધા પજ્ઞેયો છે અને એ શૈયોથી મને લાભ છે એવી માન્યતા મિથ્યાદર્શન છે. એ મિથ્યાદર્શનને મટાડનાર જ્ઞેયભાવથી ભેદજ્ઞાનની વાત હવે ગાથામાં કહે છે:
* ગાથા ૩૭ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
પોતાના નિજરસથી જે પ્રગટ થયો છે-કોણ ? કે જ્ઞાનની પરિણિત. જ્ઞાનના પ્રકાશની પરિણતિ-દશા પોતાના નિજરસથી પ્રગટ થયેલ છે. જ્ઞાનની પરિણતિજ્ઞેયોને જાણે છે તેથી શેયોને કારણે થઈ છે એમ નથી. એ તો જ્ઞાનના સ્વરસથી જ પ્રગટ થયેલી છે, પોતાના પ્રકાશથી જ પરિણમેલી છે. વળી તેનો નિવારણ ન કરી શકાય તેવો ફેલાવ છે. ચૈતન્યની પરિણતિ એવી પ્રકાશમય છે કે એનો ફેલાવ નિવારી શકાય એમ નથી. તથા તેનો સમસ્ત પદાર્થોને ગ્રસવાનો સ્વભાવ છે. એટલે કે બધાય જ્ઞેયોને-ચાહે તે શરી૨ હો, ભગવાન હો, મૂર્તિ હો, દેવ હો, ગુરુ હો કે શાસ્ત્ર હો-એ બધાય શૈયોને પોતાના સ્વભાવથી, જ્ઞેયોના કારણે નહિ, જાણવાનો તેનો સ્વભાવ છે. ગ્રસવાનો એટલે ગળી જવાનો, જ્ઞાનમાં જાણી લેવાનો. જ્ઞાનનો સ્વભાવ સમસ્ત પદાર્થોને ગ્રસવાનો છે છતાં તે જ્ઞાનનું પરિણમન જ્ઞેયને લઈને થતું નથી. જેમ અરીસામાં જે પરચીજનું પ્રતિબિંબ જણાય છે તે ૫રચીજ નથી, તેમ જ અરીસામાં એ પરચીજ આવી નથી. વળી અરીસામાં પરિણતિ થઈ છે (પ્રતિબિંબ પડયું છે) તે પરચીજને કારણે નથી. પરંતુ અરીસાની સ્વચ્છતાને લઈને પરચીજનો એમાં ભાસ થયો છે. પરચીજ જાણે અરીસામાં આવી હોય તેમ જણાય છે છતાં તે અરીસાની સ્વચ્છતાની દશા છે, તે કાંઈ પરચીજ નથી. તથા સામે પરચીજ છે તેને લઈને અરીસાની સ્વચ્છતાની પરિણણિત થઈ છે એમ પણ નથી. તેમ આ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માનો પોતાની દશામાં ૫રચીજને જાણવાનો–ગ્રહવાનો-ગ્રસવાનો-કોળિયો કરી જવાનો સ્વભાવ છે. સમસ્ત પદાર્થોને ગ્રસવાનો–જાણવાનો તેનો સ્વભાવ છે. ચાહે તો સર્વજ્ઞ પરમેશ્વર હો, સમોસરણ હો કે મંદિર હો-એ બધાયને પોતાના ચૈતન્યના પ્રકાશના સામર્થ્યથી તેનો જાણવાનો સ્વભાવ
છે.
આવી પ્રચંડ ચિન્માત્રશક્તિ વડે ગ્રાસીભૂત કરવામાં આવ્યા હોવાથી, જાણે અત્યંત અંતર્મગ્ન થઈ રહ્યા હોય એવી રીતે પદાર્થો આત્મામાં પ્રકાશમાન છે. એટલે કે પ્રચંડ જ્ઞાનના સામર્થ્ય વડે જ્ઞાનમાં બધા પદાર્થો જાણવામાં આવ્યા હોવાથી, જાણે જ્ઞાનમાં બધા જ્ઞેયો પેસી ગયા હોય અર્થાત્ જ્ઞાનમાં તદાકા૨ થઈ ડૂબી રહ્યા હોય એવી રીતે તેઓ આત્મામાં પ્રકાશમાન છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય પદાર્થ છે, જગતની ચીજ છે. તે કેવળી ભગવાને જોયેલા છે. સર્વજ્ઞ પરમેશ્વર સિવાય તે પદાર્થો કોઈએ જોયા નથી. ધર્માસ્તિકાય તેમ જ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #214
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
અધર્માસ્તિકાય લોકપ્રમાણ છે. ગતિ કરનાર (જીવ-પુદ્ગલો) પોતાથી ગતિ કરે છે ત્યારે ધર્માસ્તિકાય તેમાં નિમિત્ત થાય છે. અને તે તે પદાર્થ ગતિ કરીને પોતાથી સ્થિર થાય છે ત્યારે અધર્માસ્તિકાય સ્થિર થવામાં નિમિત્ત છે. પદાર્થો પોતાના કારણે ગતિ કરે છે અને પોતાના કારણે સ્થિતિ કરે છે ત્યારે બીજી ચીજને નિમિત્ત કહે છે. ધર્માસ્તિકાય ગતિ કરાવે છે કે અધર્માસ્તિકાય સ્થિતિ કરાવે છે એમ નથી. તેવી રીતે આકાશ લોકઅલોકમાં વ્યાપક પદાર્થ છે. અને કાળદ્રવ્ય જે અસંખ્ય છે તે લોકમાં રહેલા છે. કાળદ્રવ્ય પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ પદાર્થ છે. પુદ્ગલદ્રવ્ય અનંત છે. કર્મ, શરીર, વાણી ઇત્યાદિ બધા પુદ્ગલો પરશય તરીકે જગતમાં અસ્તિ ધરાવે છે. તેમ જ અન્ય જીવોનિગોદના, સિદ્ધના જીવો, દેવ, ગુરુ, સ્ત્રી, કુટુંબ ઇત્યાદિ જીવો તે બધા અન્ય જીવ છે. જ્ઞાની કહે છે કે આ સર્વ પરદ્રવ્યો મારા સંબંધી નથી. આ બધાંય છયે દ્રવ્યો જ્ઞાનનું શેય છે. એટલે કે જ્ઞાન તેમને જાણી લે છે. જ્ઞાન તેમને જાણી લે છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. ખરેખર તો તે સંબંધી જે પોતાની જ્ઞાનદશા છે તે-રૂપે પરિણમતો તે પોતાને જ જાણે છે. જ્ઞાનમાં શેયને જાણવાનો સ્વભાવ છે. પરંતુ એ જ્ઞય છે માટે તેને જાણવાનો સ્વભાવ છે એમ નથી. ચૈતન્ય પોતે જ તે કાળે, ચૈતન્યની શક્તિના વિકાસના સામર્થ્યથી જે અનંત જ્ઞયો છે તેમને જાણી-જાણવાના ભાવે પરિણમી તેમને ગળી જાય છે. પરય તરીકે જગતમાં જે અનંત પદાર્થો છે તેમને જ્ઞાન પોતાના જાણવાના સામર્થ્યથી જાણે છે. આત્મા પોતાના જ્ઞાનમાં રહીને, શેયના આશ્રય-અવલંબન લીધા વિના, પોતાનો જે સ્વપરને પ્રકાશવાનો સ્વભાવ છે તેના સામર્થ્યથી તે શયોને પ્રકાશે છે.
જે પરજ્ઞયો છે તે જીવના નથી. દીકરો જીવનો નથી કે પૈસા જીવના નથી. જીવને ગુસ્ય નથી કે શિષ્ય પણ નથી. એ તો બધા પરજ્ઞયો છે. જીવને તો જે જ્ઞયો છે તેમને સ્વભાવના સામર્થ્યથી જાણે તેવો સ્વભાવ છે તે પોતાનો છે. તેથી ધર્મી જીવ એમ જાણે છે કે તે સઘળાં પરદ્રવ્યો મારા સંબંધી નથી. વીતરાગ અરિહંતદેવ અને નિગ્રંથ ગુરુ એ મારા સંબંધી નથી. એ તો પર પદાર્થો છે.
પ્રશ્ન- દેવ-ગુરુને તો આત્માના રાખો. દેવ-ગુરુ તો શુદ્ધ છે ને? તે શુદ્ધ છે તેથી પોતાના માનીએ તો ?
ઉત્તર- અરિહંતદેવ અને અનંત સિદ્ધો પોતપોતામાં પરમ શુદ્ધ પવિત્ર પરમાત્મપદે બિરાજમાન હોવા છતાં આ જીવને પોતાના માટે તેઓ પર છે. તથા આ અરિહંત છે, આ સિદ્ધ છે, એમ માનવા એ વિકલ્પ છે. (અને એમને પોતાના માનવા એ મિથ્યાત્વ છે.) આત્માનો તો પોતાનામાં રહીને પોતાના સામર્થ્યથી તે શેયોને ગળી જવાનો સ્વભાવ છે. તેનો તો જ્ઞાનના પરિણમનમાં રમણતા કરવાનો સ્વભાવ છે. તેથી એ સઘળાં પરદ્રવ્યો દેવ, ગુરુ, શરીર અને કર્મ એ મારાં સંબંધી નથી. જે આઠ કર્મ છે તે મારાં સંબંધી નથી. એ તો જડ પુદ્ગલ છે અને હું તો ચૈતન્ય-જ્ઞાનપ્રકાશની મૂર્તિ છું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #215
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૭ ].
[ ૨૦૩
પ્રશ્ન:- કર્મ તો જીવને હોય છે ને?
ઉત્તર- ભાઈ ! કર્મ તો જીવનમાં ન હોય કેમકે એ તો જડ પુદ્ગલમય છે. જીવને તો જ્ઞાન પોતાનું હોય છે. (જીવને કર્મ છે એ તો સંયોગ બતાવનારું વ્યવહારનું કથન છે.) ભગવાન! એકવાર તારા ચૈતન્યનું સામર્થ્ય કેટલું છે એ જો તો ખરો. તારા જ્ઞાનનો સ્વભાવ તો પરને, પરના આશ્રય વિના જાણે તેવો છે. પરની હયાતી છે માટે પરને જાણે છે એમ નથી. (પરથી નિરપેક્ષ સહજ તારો જાણવાનો સ્વભાવ છે.)
આ ધર્મની વાત ચાલે છે. પર પદાર્થોનું જ્ઞાન કરવાનો મારો સહજ સ્વભાવ છે એમ જાણવું એનું નામ ધર્મ છે. ધર્મ એટલે શું? કે પરપદાર્થ અને મારે કાંઈપણ સંબંધ નથી. પરંતુ પરપદાર્થ સંબંધી જ્ઞાન કરવાનું મારામાં સ્વપરપ્રકાશક સામર્થ્ય છે. એ સ્વપરપ્રકાશક સામર્થ્યમાં સ્વનું પરિણમન કરવું એ ધર્મ છે. સર્વ પદ્રવ્યો મારા સંબંધી નથી તેથી જ્ઞયજ્ઞાયક સંબંધ કહેવો એ પણ વ્યવહાર છે. ભગવાન ! આ લોકાલોકની હયાતી છે માટે કેવળજ્ઞાનીની પરિણતિ કેવળજ્ઞાનરૂપ થાય છે એમ નથી. પરંતુ જ્ઞાનનું પરિણમન પોતાના સ્વભાવના સામર્થ્યથી જ કેવળજ્ઞાનરૂપ થાય છે. જ્ઞાનના સ્વભાવનું સામર્થ્ય જ એટલું છે કે તે અને જાણે અને પરને જાણે. પરની હયાતી હોવા છતાં જ્ઞાન, પરની ક્યાતીને કારણે નહિ, પણ પોતાની જ્ઞાનની સત્તાના સામર્થ્યને લઈને તે સ્વપરને જાણે છે.
પ્રશ્ન- તો શું ભગવાનથી પણ કાંઈ લાભ ન થાય? ભગવાનની વાણીથી પણ લાભ ન થાય ?
ઉત્તર:- ના, કેમકે ભગવાન અને ભગવાનની વાણી પરશેય છે, પર પદાર્થ છેઆત્માનો સ્વભાવ તો પર પદાર્થને પરપદાર્થની હયાતીમાં જાણવાનો છે. છતાં જ્ઞાન, પરની હયાતીના કારણે નહિ, પણ પોતાના સ્વપરપ્રકાશક જ્ઞાનના સામર્થ્યની પરિણતિને કારણે જાણે છે. આ સમયસારજીની ગાથા ૩૨૦ માં ત્યાંસુધી આવે છે કે ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે તે બંધને જાણે, મોક્ષને જાણે, ઉદયને જાણે અને નિર્જરાને જાણે; માત્ર જાણે. લ્યો, હવે શું બાકી રહ્યું? પોતે જ્ઞાનસ્વભાવી પ્રભુ છે ને? ઉદય પર તરીકે જ્ઞય, બંધ પર તરીકે જ્ઞય, નિર્જરા પર તરીકે જ્ઞય અને કર્મનું છૂટવું તે પણ પર તરીકે
ય છે. માટે આત્મા ઉદય, બંધ, નિર્જરા અને મોક્ષને જાણે જ છે, કરતો નથી. જેમ દષ્ટિ માત્ર પરને જાણવાનું કામ કરે પણ પરને ટકાવવાનું, બદલાવવાનું પરિણમન કરાવવાનું કે પરિણમન ફેરવવાનું કામ ન કરે. તેમ ભગવાન આત્મા લોકની આંખ છે. એ ચૈતન્યની દૃષ્ટિનું પરિણમન તો જ્ઞાનરૂપે છે. પોતાના સામર્થ્યથી પોતામાં રહીને, પરને સ્પર્શ કર્યા વિના બધાં દ્રવ્યોને શેય તરીકે જાણવાનો તેનો સ્વભાવ છે. તો હવે આમાં પરની દયા હું પાળી શકું એ કયાં રહ્યું? અહાહા ! તત્ત્વ કેટલું સ્પષ્ટ છે! આવું બીજે કયાંય નથી. આ તો સનાતન માર્ગ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #216
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
અનાદિથી આત્માનો સ્વભાવ સ્વપરપ્રકાશકના સામર્થ્યવાળો છે. તેથી સ્વતત્ત્વ પરને પ્રકાશે છે તે પરની હયાતીના કારણે પ્રકાશે છે એમ નથી. ખરેખર તો પર સંબંધી પોતાનું જે જ્ઞાન છે તેને તે પ્રકાશે છે. આવી વાત છે ત્યાં મારા પૈસા, મારો દેહ, મારી પત્ની, મારાં સંતાન ઇત્યાદિ કયાં રહ્યું? કોનાં છોરું અને કોનાં વાછરું? કોના મા અને બાપ ? ભગવાન ! કોના દેશ અને પરદેશ? બાપુ! તારો દેશ તો પ્રભુ અસંખ્ય પ્રદેશી અંદર છે, તેમાં અનંત ગુણની પ્રજા વસે છે. અને સ્વરૂપમાં રહીને એકલું જાણવું એ જ તારો સ્વભાવ છે. અહીં મુખ્યપણે યજ્ઞાયકની વાત કરવી છે, કેમકે બીજા ગુણો કરતાં તે જ્ઞાનસ્વભાવ અસાધારણ શક્તિ ધરાવે છે. જ્ઞાન સિવાય બીજી શક્તિઓ તો નિર્વિકલ્પ પણે સત્તા ધરાવે છે. જ્ઞાનશિક્ત સવિકલ્પ છે. અર્થાત્ સ્વ અને પરને જાણવાના સામર્થ્યવાળી તે એક જ શક્તિ છે. આવી જ્ઞાનસ્વભાવી વસ્તુમાં પરને મારી શકું કે પરની દયા પાળી શકું કે પર પાસેથી કાંઈ લઈ શકું એવું કયાં છે? અરે! શાસ્ત્રને જાણતાં, શાસ્ત્રમાંથી જાણવાની પર્યાય આવે છે એમ નથી, કેમકે શાસ્ત્ર તો પર છે, પુદ્ગલમય છે જયારે જ્ઞાનપર્યાય તો જ્ઞાયક ભગવાન જે સ્વપરને પ્રકાશવાના સામર્થ્યરૂપ તત્ત્વ છે તેનાથી થાય છે. અહાહા? તેથી ધર્મી એમ માને છે કે મારે પરદ્રવ્યો સાથે કાંઈ સંબંધ નથી. તેઓ મારા કાંઈ સંબંધી નથી. દેવ મારા સંબંધી નથી, ગુરુ મારા સંબંધી નથી અને મંદિર પણ મારું નથી. હું તો એક ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છું, પરમાં ગયા વિના અને પર વસ્તુ મારામાં આવ્યા વિના તેને જાણવાના સ્વભાવવાળો છું.
સર્વ પરદ્રવ્યો મારા સંબંધી નથી કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવપણાથી પરમાર્થે અંતરંગ તત્ત્વ તો હું છું. હું તો જ્ઞાયકસ્વભાવના-સ્વરસના સનું સત્ત્વ છું. હું આત્મા સત્ અને જ્ઞાયકપણું એ મારું સત્ત્વ છે. તેથી જ્ઞાયકસ્વભાવપણાથી હું અંતરંગ તત્ત્વ છું અને તે પરદ્રવ્યો, મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળાં હોવાથી પરમાર્થે બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે. અહાહા! સિદ્ધ ભગવાન અને સર્વજ્ઞ પરમેશ્વર અરિહંત પરમેષ્ઠી પણ મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા છે. તેથી તેઓ પરમાર્થે બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે. બાહ્ય પદાર્થો મારા સ્વભાવથી ભિન્ન છે અને પોતાના સ્વભાવને છોડવા અસમર્થ છે. અર્થાત્ તેઓ પોતાના સ્વભાવમાં જ ટકી રહેતા હોવાથી પોતાના સ્વભાવનો અભાવ કરી જ્ઞાનમાં પેસતાં નથી. બાહ્ય અનંત તત્ત્વોપરશયો પોતાની હયાતી-પોતાના સ્વભાવનું સત્ત્વ છોડવા અસમર્થ છે અને હું મારું અંતરંગતત્ત્વ જે જ્ઞાયકપણું છે તે છોડવા અસમર્થ છું. જ્ઞાન સ્વ અને પરને પોતાની અસ્તિમાં રહીને જાણતું હોવાથી જ્ઞય જ્ઞાનમાં પેસતું નથી તથા જ્ઞાન શેયમાં જતું નથી. આમ બે વિભાગ તદ્દન જુદા છે-(૧) અંતરંગતત્ત્વ જ્ઞાયક પોતે અને (૨) બાહ્યતત્ત્વ સર્વ પરશયો. જુઓ, આ યભાવના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છે.
શયભાવથી તારું તત્ત્વ જુદું છે એમ તે અનુભવ. તારી દષ્ટિને ત્રિકાળીતત્ત્વ
વિજ્ઞાયક
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #217
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૭ ]
[ ૨૦૫
ઉપર જોડી દે કે જે તું જ છે. જે તું નથી એ પરયોથી દષ્ટિ હઠાવી લે-એમ અહીં કહે છે. હવે કહે છે-વળી હું સ્વયમેવ નિત્ય ઉપયુક્ત એવો અને પરમાર્થે એક, અનાકુળ આત્માને અનુભવતો એવો ભગવાન આત્મા છું. નિત્ય ઉપયુક્ત એટલે નિત્ય જાણવાદેખવાના ઉપયોગવાળો, નિત્ય જ્ઞાનના ઉપયોગના વેપારવાળો છું. પરમાર્થે એક છું એટલે જ્ઞાનમાં એકરૂપ છું, જેમાં ભેદ નથી એવો એક અનાકુળ શાંતરસનો કંદ પ્રભુ અતીન્દ્રિય આનંદનું ઢીમ હું છું. મારા આનંદ માટે નિમિત્તની અપેક્ષા મને નથી, કેમ કે નિમિત્તમાં મારો આનંદ નથી. તેવી જ રીતે મારા જ્ઞાનપ્રકાશને માટે નિમિત્તની જરૂર નથી, કેમ કે મારો જ્ઞાનપ્રકાશ એમાં નથી. ભગવાન સમોસરણમાં સાક્ષાત્ બિરાજતા હોય અને તેમની વાણી છૂટે એનું જ્ઞાન મને થાય તે મારા વડે મારાથી થાય છે અને તેનાથી હું અનાકુળ આનંદને વેઠું છું. પરંતુ એ પરને લઈને મને જ્ઞાન થાય અને પરના કારણે મને આનંદ થાય એમ નથી; કારણ કે મારું જ્ઞાન અને મારો આનંદ ત્યાં પરમાં છે જ નહિ.
ભાઈ ! ચૈતન્યની સ્વપરપ્રકાશક જ્ઞાનની સત્તાના સામર્થ્યને જેણે જાણ્યું નથી, જેણે અનુભવમાં તેની સત્તાનો સ્વીકાર કર્યો નથી તેને ધર્મ કયાંથી થાય? અહીં કહે છે કે પોતાથી જ નિત્યઉપયોગમય અને પરમાર્થે એક અનાકુળ એવા આત્માને પોતાની જ્ઞાન-પરિણતિમાં અનુભવતો, અનાકુળ આનંદને વેદતો ભગવાન આત્મા જ જાણે છે કે હું પ્રગટ નિશ્ચયથી એક જ છું. ખરેખર એક જ્ઞાયકભાવસ્વરૂપે અનાકુળ આનંદને વેદતો હું એક છું. નિશ્ચયથી એક હોવાથી પર્યાયના ભેદો પણ મારામાં નથી.
જિનેશ્વરદેવનો માર્ગ ભાઈ ! બહુ સૂક્ષ્મ અને અપૂર્વ છે. સર્પને પકડવા મોટા સાણસા હોય પણ મોતીને પકડવા એ સાણસા શું કામ આવે? (ના). તેમ ભગવાન આત્માને પકડવામાં સ્થળ વિકલ્પ કામ ન આવે. એ તો નિર્વિકલ્પ જ્ઞાન અને આનંદથી પકડાય એમ છે. આવાં નિર્વિકલ્પ જ્ઞાન અને આનંદ જેને પ્રગટ છે તે સમ્યગ્દષ્ટિ જ્ઞાની આત્માને એમ અનુભવે છે કે-હું તો એક છું. હું એક જ્ઞાયક ચૈતન્યસ્વરૂપ છું અને આ શરીર, વાણી, મન, દેવ, ગુરુ, શાસ્ત્ર એ બધાં પરય છે. તે મારી ચીજ નથી કે મારામાં નથી. તે મારા કારણે નથી અને હું તેના કારણે નથી. હું જ્ઞાયક છું અને તે જ્ઞય છે એવો માત્ર યજ્ઞાયકભાવ છે.
તે શેયજ્ઞાયકભાવમાત્રથી પરદ્રવ્યો સાથે પરસ્પર મળવું (મિલન ) થયું હોવા છતાં પણ, પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે ભિન્નતા છે. શિખંડમાં જેમ મીઠો અને ખાટો સ્વાદ બે ભેગા હોવા છતાં પણ, મીઠો સ્વાદ ખાટાથી જુદો જણાય છે તેમ સમ્યગ્દષ્ટિ ધર્માત્માને ભગવાન આત્માનો સ્વાદ પરના સ્વાદથી જુદો જણાય છે. આવું જાણે અને શ્રદ્ધે ત્યારે આત્માને જાણો-માન્યો-અનુભવ્યો એમ કહેવાય છે. આ સમ્યગ્દર્શન અને ધર્મની રીત છે. આ મૂળ વાતને મૂકીને મહાવ્રત લીધાં, બ્રહ્મચર્ય પાળ્યાં, કેશલોચ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #218
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
કર્યા ઇત્યાદિ બાહ્ય ક્રિયાકાંડમાં ધર્મ માની મૂર્છાઈ ગયો પણ એ તો બધાં થોથેથોથાં છે. એ તો શુભવિકલ્પ છે. પણ ભગવાન આત્મા નિર્વિકલ્પ છે. એમાં તે વિકલ્પ કયાં છે? હું શુભ વિકલ્પવાળો એમ વિચારવાને બદલે હું ચૈતન્યઘનસ્વરૂપ અનાદિ અનંત તત્ત્વ છું એમ વિચારને? જ્ઞાની તો કહે છે કે હું તો અનાદિ અનાકુળ આત્માને અનુભવતો ભગવાન છું.
અજ્ઞાનીને પણ જડનો સ્વાદ આવતો નથી. ફક્ત તેના ઉપર લક્ષ કરીને “આ ઠીક છે' એમ રાગનો સ્વાદ તેને આવે છે. પરંતુ ધર્મી તો કહે છે કે રાગનો ભાવ પણ પર છે. તે મારા જ્ઞાનમાં પરય તરીકે હયાતી રાખનાર તત્ત્વ છે એમ જણાય છે. એ રાગ છે માટે એને જાણું છું એમ નથી. તથા રાગને, એનામાં પ્રવેશ કરીને જાણું છું એમ પણ નથી. ભાઈ ! તને તારા સ્વભાવના સામર્થ્યની ખબર નથી, શ્રદ્ધા નથી. એક સમયમાં લોકાલોકને જાણે એવો તારો સ્વભાવ છે. ભલે શ્રુતજ્ઞાન હો. શ્રુતજ્ઞાન પરોક્ષ છે અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે એટલો જ ફેર છે. શ્રુતજ્ઞાનમાં પણ પોતે પોતાને જાણતા પોતાની હયાતીમાં, લોકાલોક જણાઈ જાય છે. ખરેખર તો લોકાલોક જણાય છે એમ કહેવું તે વ્યવહાર છે. અહાહા ! વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે, ભાઈ !
ભગવાન આત્મા જાણે છે કે હું તો પ્રગટ નિશ્ચયથી એક જ છું. પર અનેક જ્ઞયોને જાણતાં હું અનેકરૂપ થતો નથી. અનેક પરયોને જાણતાં છતાં હું અનેકમાં જતો નથી, અને તે અનેક શયો મારા જ્ઞાનમાં આવતા નથી. હું તો જ્ઞાયકમાત્ર અનાકુળ આનંદને અનુભવતો આત્મા છે. અહીં એકલું જાણવાનું લીધું નથી, કારણ કે જ્ઞાનમાં સાથે આનંદ પણ છે. જેમ આત્મામાં જ્ઞાન છે તેમ અતીન્દ્રિય આનંદ પણ છે. માટે જેવું આત્માનું સ્વપરપ્રકાશક સામર્થ્ય છે એવું જાણું તો જ્ઞાનની સાથે આનંદ પણ આવે જ છે. આનંદ આવ્યા વિનાનું એકલું જ્ઞાન તે જ્ઞાન જ કહેવાતું નથી. સર્વજ્ઞ ત્રિલોકનાથની દિવ્યધ્વનિમાં આવેલી આ વાત છે. ભાઈ ! તું આત્મા છે ને પ્રભુ! અને તું પ્રભુ છે, પામર નથી. પ્રભુને પામર માનવો તે મિથ્યાત્વ છે. અહાહા! અનંતા યોને, યમાં પ્રવેશ કર્યા વિના અને જ્ઞય જ્ઞાનમાં આવ્યા વિના જાણવાની તાકાતવાળો તું આત્મા છે. આવી તારી પ્રભુતા છે, અને એ જ ઇશ્વરતા છે. ૩૬ મી ગાથામાં આવી ગયું કે-“જેની નિરંતર શાશ્વતી પ્રતાપસંપદા છે –તેમાં આત્માની પ્રભુતા બતાવી છે. જેમ જ્ઞાનસ્વભાવ છે તેમ પ્રભુતા પણ સ્વભાવ છે. જેણે પોતાના જ્ઞાન અને પ્રભુતા સ્વભાવનું ભાન કર્યું તેને પર્યાયમાં પ્રભુતા પ્રગટે છે. તેને પોતાની પર્યાય પોતાના સામર્થ્યથી, અખંડ પ્રતાપથી શોભિત સ્વતંત્ર શોભે એવી પ્રગટ થાય છે.
પણ અમારે કરવું શું? ભાઈ, આ કરવું કે-હું અંદર જ્ઞાનસ્વરૂપી ભગવાન અનંત અનંત ગુણનું ગોદામ, અનંત સ્વભાવનો સાગર પ્રભુ અને અનંત શક્તિઓનું સંગ્રહાલય-ધામ છું-એમ જાણવું. પણ અજ્ઞાનીને તેની કયાં ખબર છે? તેને છોડીને તે પરમાં (શરીરાદિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #219
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૭ ]
[ ૨૦૭
સંયોગમાં) રાજી થઈ જાય છે. ભગવાન! તને આ શું થયું? તારું ભિખારીપણું (રાંકાઈ ) તો જો. આ તારું ગાંડપણ છે, પાગલપણું છે. અહા ! તું ત્રણલોકનો નાથ અને આટલા સુખમાં (સંયોગમાં) રાજી થઈ જાય !! ભગવાન! તું તો આનંદનો નાથ પ્રભુ છે. આ પરચીજ (સંયોગ) તારી નથી અને તે તેનો નથી, તે તારાથી નથી અને તું તેનાથી નથી. આ તારું જ્ઞાન પરચીજથી છે એમ નથી. પરચીજની હયાતી છે માટે જ્ઞાન જાણે છે એમ પણ નથી. તું તારી સત્તાથી સ્વપરને જાણે છે. સ્વપરને જાણવાના સામર્થ્યવાળો તું ભગવાન છે. તેને જાણ તો અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવશે
અહીં “શયજ્ઞાયકભાવ માત્રથી' એમ કહ્યું છે એટલે શું? કે હું જ્ઞાયક અને આ પર શેય છે એ તો કહેવા માત્ર સંબંધ છે. આવા જ્ઞયજ્ઞાયક સંબંધથી પરદ્રવ્યો સાથે જાણે મેળ હોય તેમ જણાય છે. પરંતુ પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે તેઓ મારાથી ભિન્ન છે. મારો-આત્માનો સ્વાદ અતીન્દ્રિય આનંદ છે, જ્યારે ધર્માસ્તિકાય આદિ પર શેયો મારાથી ભિન્ન છે. અહાહા! ભગવાને જોયેલા ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, કાળ, અન્ય જીવ અને કર્મ આદિ પુગલો એ બધા પરય છે અને હું તો જ્ઞાનમાં સ્થિત રહીને જાણવાવાળો અતીન્દ્રિય આનંદથી ભરેલો ભગવાન છું.
જડ કર્મ એ પરય છે. તે મને નડે કે કર્મ મારાં છે એવું વસ્તુમાં નથી. “કર્મ રાજા, કર્મે રંક, કર્મ વાળ્યો આડો અંક–એવું આવે છે ને? ભાઈ ! એ બધી નિમિત્તની વાતો છે. પોતાની પર્યાય વિકારરૂપે પરિણમે ત્યારે ઘાતકર્મને નિમિત્ત કહેવાય છે. જ્યારે અઘાતકર્મ તો સંયોગમાં નિમિત્ત છે. તે આઠય કર્મ, તેનો પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ બંધ-એ બધુંય જ્ઞાનમાં પરય છે. તીર્થંકર પ્રકૃતિ બંધાય એ પણ જ્ઞાનમાં પરશેય છે. જેમ શિખંડમાં મીઠો સ્વાદ, ખાટા સ્વાદથી ભિન્નપણે સ્વાદમાં આવે છે તેમ મારો આત્માનો સ્વાદ, ધર્માસ્તિકાય આદિ પરજ્ઞયો તેનાથી ભિન્ન છે. મારો અતીન્દ્રિય આનંદનો સ્વાદ પરયોથી ભિન્ન છે. માટે હું તેનાથી જાદો છું. આવો જિનેશ્વરનો માર્ગ કોઈ અપૂર્વ છે! પણ લોકોએ દયા પાળવી અને બહારથી વ્રત પાળવાં ઇત્યાદિમાં ધર્મ માન્યો છે. પણ એવું તો અનંતવાર કર્યું છે. એ તો રાગની ક્રિયા છે. એમાં કયાં આત્મા છે? આત્મા તો જાણનાર સ્વભાવે છે. તે શું રાગમાં આવે છે? (ના). પરંતુ અજ્ઞાનીને તેની (પોતાની) મોટપ સુઝતી નથી. પરને લઈને મને ઠીક પડે, પરને લઈને મને જ્ઞાન થાય એમ માની અજ્ઞાની પોતાની મોટપ બીજાને આપે છે. અરે ભગવાન! આ તને શું થયું છે? તું તો અનાદિ બ્રહ્મસ્વરૂપ ભગવાન છે ને!
ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વરૂપી બ્રહ્માનંદનો નાથ છે. તેનો પ્રગટ સ્વાદ અતીન્દ્રિય આનંદ છે. જ્યારે ધર્માદિ પરયોના સ્વભાવો મારાથી ભિન્ન છે. આમ પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવભેદને લીધે હું, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #220
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
પ્રત્યે નિર્મમ છું. આ ત્રણલોકના નાથ તીર્થંકરદેવ પ્રતિ નિર્મમ છું. તીર્થકર મારા નથી, દેવ મારા નથી, ગુરુ અને શાસ્ત્ર મારાં નથી. એ તો શુભભાવ હોય છે ત્યારે તેમના પ્રતિ લક્ષ જાય છે. પણ શુભભાવ કાંઈ તે પરને લઈને થાય છે તથા એ શુભભાવ થયો માટે ધર્મ છે એમ નથી. એ શુભભાવ અને બધી પરવસ્તુ પરર્શયમાં જાય છે. તે પરયને હું મારા જ્ઞાનમાં રહીને, મારા અતીન્દ્રિય આનંદના સ્વાદને વેદતો થકો, મારાથી જુદા જાણું છું. આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. સમ્યગ્દષ્ટિને જેવું સ્વરૂપ છે તેવી તેની પ્રતીતિ થઈ છે. જ્ઞાનસ્વરૂપ ચૈતન્યસૂર્ય ભગવાન આત્મા સિવાયના પરજ્ઞયો તેમના બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે. અને હું અંતરંગતત્ત્વ છે જે મારા અનુભવમાં આનંદને જાણતો થકો પરને ભિન્ન જાણું છું. માટે હું એ સર્વ પરશયો પ્રતિ નિર્મમ છુંઆવું જ્ઞાની જાણે છે.
જ્યારે અજ્ઞાની મારી પત્ની, મારા દીકરા, મારું મકાન-એમ માને છે. પણ ભાઈ ! આ દેહ તારો નથી તો વળી મકાન આદિ તારાં કયાંથી આવ્યાં? અરે ! અંદર જે રાગ છે તે પણ તારો નથી તો પછી પરચીજ તારી કયાંથી આવી? જ્ઞાની એમ જાણે છે કે હું તો જ્ઞાન-આનંદનો અનુભવનારો છું. રાગનો અનુભવનારો તે હું નહિ. અહો ! શું અદ્ભુત ટીકા છે! એકલાં અમૃત રેડ્યાં છે! અહીં એમ કહે છે કે-ધર્મી એને કહીએ જે પોતાના જ્ઞાન-આનંદરૂપે પોતાથી જ (સ્વયમેવ ) પરિણમે. એમાં પર સંબંધી જ્ઞાન આવે પણ એ પર સંબંધી જ્ઞાન કહેવું એ વ્યવહાર છે. ખરેખર તો એ પોતાનું જ્ઞાન છે. ૪૭ શક્તિઓમાં એક સર્વજ્ઞત્વશક્તિ છે. એનું વર્ણન કરતાં આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ” એમ કહ્યું છે. સર્વજ્ઞ એટલે સર્વને જાણે એમ નહિ. પણ સર્વનું જ્ઞાન એ આત્માનું જ્ઞાન છે. સર્વજ્ઞતાનો સ્વભાવ પોતાનો છે અને તે આત્મજ્ઞપણું છે. તેથી જ્ઞાની કહે છે કે હું જે અત્યારે જાણું છું એ જાણવું મારાથી મારામાં થયેલું છે, પરશયને લઈને થયું નથી. અને તેથી અતીન્દ્રિય આનંદને વેદતો એકલો હું પરથી ભિન્ન છું, નિર્મમ છું. કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી આત્મપદાર્થ એવો ને એવો જ સ્થિત રહે છે. એટલે જાણવાના સ્વભાવમાં જ સ્થિત રહે છે. પોતાના સ્વભાવને કોઈ પદાર્થ છોડતું નથી.
આ પ્રકારે શેયભાવોથી ભેદજ્ઞાન થયું. આત્મા પરશયોથી ભિન્ન થયો.
અહીં આ અર્થનું કાશરૂપ કાવ્ય કહે છે
* કળશ ૩૧ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
“તિ સર્વે: મન્ચમાર્વે: સદ વિશે સતિ'-આમ પૂર્વોક્ત પ્રકારે ભાવકભાવ અને જ્ઞયભાવોથી ભેદજ્ઞાન થતાં-એટલે શું કહ્યું? કે આ આત્મા જે છે તે આનંદ અને જ્ઞાનસ્વરૂપ છે. તે પુણ્ય-પાપ તથા રાગ-દ્વેષના વિકારી ભાવથી ભિન્ન છે. હવે અનાદિથી જીવ રખડવાનું તો કરી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #221
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૭ ]
[ ૨૦૯
રહ્યો છે. દયા, દાન, ભક્તિ અને ખાવું, પીવું, રળવું, કમાવું ઇત્યાદિ પુણ્ય-પાપના ભાવ એ ચાર ગતિમાં રખડવાના ભાવ છે. તે વડે જીવ દુઃખી છે. હવે જેને જન્મ-મરણ મટાડવાં હોય અને ધર્મ પ્રગટ કરવો હોય તેણે શું કરવું એની આ વાત છે. પ્રથમ તો તેણે આ ભગવાન આત્માને, ભાવકનો ભાવ જે પુણ્ય, પાપ, રાગ, દ્વેષ, દયા, દાન, ભક્તિના આદિના વિકારી ભાવ છે તેનાથી જુદો અનુભવવો-જાણવો. તથા પરના ભાવો જે શરીર, મન, વાણી, કર્મ, સ્ત્રી, કુટુંબ, લક્ષ્મી, દેવ, ગુરુ અને શાસ્ત્ર છે તેનાથી પણ સ્વય આત્માને ભિન્ન જાણવો. અહીં કહે છે કે અનાદિથી વિકારને તથા પરયને પોતાના માનતો હતો તે મિથ્યાત્વ, ભ્રમ અને અજ્ઞાન હતાં. પરંતુ હવે જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માને ભેદજ્ઞાન વડે રાગાદિ વિકારથી અને પરિયોથી ભિન્ન પાડીને તેને “આત્મારામ” કર્યો.
સર્વ અન્યભાવોથી એટલે કે રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ, હિંસા, જૂઠ, ચોરી, ક્રોધ, માન આદિ વિકારી ભાવોથી અને શરીર, વાણી, મન, કર્મ, દેવ, ગુરુ, શાસ્ત્ર આદિ પરશયોથી જ્યારે ભિન્નતા થઈ ત્યારે ઉપયોગ આત્મરૂપ થઈ જાય છે. ભિન્ન તો છે જ પણ જ્યારે પરભાવ અને પરજ્ઞય બન્ને ભિન્ન છે એવી ભિન્નતા જ્ઞાનમાં કરી ત્યારે ઉપયોગ આત્મરૂપ થઈ જાય છે. વસ્તુ ધર્મ અલૌકિક છે, ભાઈ ! પણ જેમને સાંભળવા ય મળ્યું ન હોય તે બિચારા ઘણા એમ ને એમ દુઃખી થઈ ચાર ગતિમાં રખડે છે. આ કરોડપતિ અને અબજોપતિ એ બધા બિચારા છે. કેમ કે તેમને આત્માની અંતરંગ જ્ઞાનાનંદ લક્ષ્મી શું છે એની ખબર નથી. જે પોતાનામાં નથી તેને પોતાના માની રહ્યો છે તે મૂર્ખ છે, મિથ્યાત્વના ભ્રમમાં પડયો છે.
આત્મા જ્ઞાન અને આનંદસ્વરૂપ પ્રભુ છે. તેમાં જે રાગ, પુણ્ય અને પાપના શુભાશુભ ભાવ છે તે ભાવક કર્મના નિમિત્તે થયેલા ઔપાધિક ભાવ છે. તે આત્માનો સ્વભાવ નથી-એમ એનાથી ભિન્ન પાયો, અને પરય-ચાહે દેવ, ગુરુ, શાસ્ત્ર, કે સમ્મદશિખરનું તીર્થ હો-એનાથી સ્વજ્ઞયને ભિન્ન પાયો, ત્યારે “સ્વયમ મયમ ઉપયોગો માત્માનમ હમ વિક્રત’ આ ઉપયોગ છે તે પોતે જ પોતાના એક આત્માને જ ધારતોએટલે જાણવાનો ઉપયોગ જે અનાદિથી રાગને અને પરમને પોતાના જાણતો હતો તે હવે રાગ અને જ્ઞયથી ભિન્ન પડી જતાં આત્મારૂપ થઈ ગયો અર્થાત્ પોતાને પરરૂપે માનતો હતો તે ઉપયોગ સ્વભાવરૂપ થઈ ગયો. અહીં ભેદ પાડીને વ્યવહારથી વાત કરી છે કે-ઉપયોગ છે તે પોતે જ પોતાના એક આત્માને ધારે છે. ખરેખર તો જે ઉપયોગ છે તે સ્વયં સ્વરૂપમાં એકાકાર થઈ જાય છે.
“આ ઉપયોગ છે તે પોતે જ પોતાના આત્માને ધારતો'-એનો અર્થ એ છે કે ઉપયોગ આત્મારૂપ થઈ ગયો, અભેદ થયો. જાણવા-દેખવાનો વ્યાપાર આત્મારૂપ થઈ ગયો. દયા, ભક્તિ, પૂજા, જાત્રા આદિ ભાવ તો વિકાર છે, રાગ છે અને દેવ, ગુરુ, શાસ્ત્ર પરશેય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #222
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
છે, પર છે. એ રાગાદિ ભાવથી અને પરડ્ઝયોથી ભેદ કરીને નિર્વિકાર ઉપયોગ અંદર સ્વય એક જ્ઞાયકમાત્રમાં જામી જાય છે ત્યારે ઉપયોગ આત્મારૂપ થયો એમ કહેવાય છે. ત્યારે આત્માનો ધર્મ પ્રગટ થાય છે.
હવે કહે છે:-“પ્રતિપરમાર્થે. વનજ્ઞાનવૃતૈ: વૃત્તપરિતિઃ ” જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવાં દર્શનજ્ઞાનચારિત્રથી જેણે પરિણતિ કરી છે-શું કહે છે? કે ભગવાન આત્મા આનંદસ્વરૂપ અને જ્ઞાનસ્વરૂપ છે. જ્યારે ઉપયોગ અંદર જ્ઞાયકમાં લીન કર્યો ત્યારે શક્તિમાંથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિ પ્રગટ થઈ ગઈ. રાગાદિ વિકાર અને પરશયોથી ભેદ કરીને, ઉપયોગ જ્ઞાન, દર્શન, આનંદ આદિ જે વસ્તુમાં સામર્થ્યપણે છે એમાં જામ્યો ત્યાં શક્તિમાંથી દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન પર્યાયમાં થઈ ગયું. આવો વીતરાગનો માર્ગ છે, ભાઈ ! એણે કોઈ દિવસ સાંભળ્યો નથી. કહે છે કે ભગવાન આત્મા અંદર સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ છે. તેને જિનેશ્વરદેવ કેવળજ્ઞાની પરમેશ્વરે આત્મા તરીકે જોયો છે. તે આત્મા રાગ અને પરયોથી ભિન્ન છે. તે રાગથી ભિન્ન નિર્વિકારી છે અને પરયથી ભિન્ન જ્ઞયરૂપ છે. આ આખરની ગાથા છે ને? પર્યાયમાં થતો રાગ મારો અને પરયો મારા એવી જે મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિ હતી તે હવે ગુલાંટ ખાય છે એમ કહે છે. શુદ્ધચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા પરમાનંદનો નાથ પ્રભુ તે હું છું એમ ઉપયોગ અંતર્લીન થઈ અંદર જામતાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પરિણતિ-પર્યાય પ્રગટ થાય છે.
આ પ્રમાણે શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પરિણતિ પ્રગટ કરી છે એવો માત્મારામ ઇવ પ્રવૃત્ત:' જ્ઞાની પોતાનો આત્મારૂપી જે બાગ છે તેમાં જ પ્રવૃત્તિ કરે છે. આ ભેદથી વાત કરી છે. ખરેખર તો તે ઉપયોગ આત્મારૂપ થઈ જાય છે. રાગ, દયા, દાનના તથા હિંસાદિના પરિણામ મારા એમ જે માનતો હતો અને પરિયોમાં હું છું અને તે મને લાભકારી છે એવું જે માનતો હતો તે માન્યતાથી અને રાગાદિથી ભિન્ન પડી હવે ઉપયોગ આત્મામાં જાય છે, ક્રિીડા કરે છે અને આત્મારૂપ થઈ જાય છે. અહાહા ! આ તો એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જેણે જાણ્યાં છે એ વીતરાગ પરમાત્મા અરિહંતદેવની વાણી છે. ભાઈ ! જેનાં ભાગ્ય હોય તેને સાંભળવા મળે. કહે છે કે તું આત્મા પરમાનંદની મૂર્તિ પ્રભુ છે. તેનો ઉપયોગ-વ્યાપાર રાગ અને પરયમાં જાય તે વ્યભિચાર છે. અને તે ઉપયોગ પરથી ખસીને સ્વમાં જામ એ આવ્યભિચારી પરિણામ છે. આવી ઝીણી વાત છે. તે સમજે નહિ અને જાત્રા કરે, પૂજા કરે, દાન કરે અને માને ધર્મ થઈ ગયો, પણ એમાં તો ધૂળેય ધર્મ નથી. સાંભળ ને, એ તો ઝેરનું પગથિયું છે. અમૃતનું પગથિયું તો રાગ અને પરયથી ભિન્ન પડી સ્વમાં એકાકાર થવું તે છે.
અરેરે! વીતરાગના માર્ગને સમજવાની દરકાર પણ કરી નહિ અને એમ ને એમ ઢોરની જેમ મજુરી કરીને, મરીને ચાલ્યો જાય છે. અહીં કહે છે કે ભગવાન આત્માનો ઉપયોગ અર્થાત્ જાણવા દેખવાનો ભાવ વિકારભાવથી ભિન્ન છે અને જેને પોતાના માનતો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #223
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૭ ]
[ ૨૧૧
હતો તે ૫૨જ્ઞેયથી પણ ભિન્ન છે. હવે તે આવો વિવેક-ભેદજ્ઞાન કરીને ગુલાંટ ખાય છે કે વિકાર અને પરજ્ઞેય તે હું નહિ, હું તો નિર્વિકારી સ્વજ્ઞેય છું. આમ ભેદજ્ઞાન કરી જ્ઞાની પોતાના આત્મારૂપી ક્રીડાવનમાં પ્રવૃત્તિ કરે છે. આ તો વ્યવહારથી ભેદ પાડીને સમજાવ્યું છે. ખરેખર તો ઉપયોગ આત્મરૂપ જ થઈ જાય છે. ઉપયોગ આત્મામાં જ ક્રીડા કરે છે, અન્ય જગ્યાએ જતો નથી. એટલે કે જાણવા-દેખવાના સ્વરૂપમાં એકાકાર થયો તેથી હવે રાગ અને ૫૨માં જતો નથી. અર્થાત્ ‘રાગ અને ૫૨ મારાં છે' એમ માન્યતા સહિત ઉપયોગ મલિન થતો નથી. આનું નામ આત્મા જાણ્યો એમ કહેવામાં આવે છે.
પોતાને જે રાગરૂપ અને પરજ્ઞેયરૂપ માને છે તથા આ સ્ત્રી, પુત્ર, પરિવાર, ધનદોલત, મહેલ, હજીરા ઇત્યાદિ પોતાના માને છે તેનું આખું જીવન જ મરી ગયું છે. અંદરમાં જેણે વિકારને અને પરને પોતાનાં માન્યાં છે તે આત્માના ભાન વિના મરી ગયેલો જ છે. ભગવાન આનંદનો નાથ જીવતી ચૈતન્યજ્યોતિ છે. તેના જીવને જીવિત ન રાખતાં રાગ અને પ૨ મારાં છે એમ માનીને તેણે પોતાના જીવનની હિંસા કરી છે. આવો જિનેશ્વરદેવનો વીતરાગ માર્ગ સાંભળવા મળવો ય મુશ્કેલ છે. પછી તેની સમજણ કરી સ્વરૂપનાં શ્રદ્ધા-જ્ઞાન-રમણતા કરવાં એ તો અતિ અતિ મહામુશ્કેલ છે. આ તો જન્મ-મરણ મટાડવાનો માર્ગ છે. સો ઇન્દ્રોથી પૂજિત ભગવાન જિનેશ્વરદેવની દિવ્યધ્વનિમાં આવેલી આ વાત છે. તેને છોડીને જે બીજે જ્યાં-ત્યાં આથડે છે તે પાખંડમાં રમે છે.
* કળશ ૩૧ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
સર્વ પદ્રવ્યોથી તથા તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવોથી અર્થાત્ જ્ઞેય એવા પદ્રવ્યોથી અને ભાવકના ભાવથી જ્યારે ભેદ જાણ્યો ત્યારે ઉપયોગને રમવાને માટે પોતાનો આત્મા જ રહ્યો. અહાહા! હું તો ચૈતન્યસૂર્ય ભગવાન ચૈતન્યના તેજના નૂરનું પૂર છું અને આ રાગાદિ ભાવો અને પરશેયો મારાથી ભિન્ન છે, મારામાં નથી આવું જ્યારે ભેદજ્ઞાન કર્યું ત્યારે ઉપયોગ એક આત્મામાં જ લીન થયો અને જામી ગયો. કેમકે તેને રમવાને આત્મા સિવાય કોઈ અન્ય સ્થાન રહ્યું નહિ. આ રીતે દર્શન-જ્ઞાન-ચારિત્ર સાથે એકરૂપ થયેલો તે આત્મા આત્મામાં જ રમણતા કરે છે. અહાહા! ટૂંકામાં પણ કેટલું ભર્યું છે?
[પ્રવચન નં. ૮૩–૮૪. *
દિનાંક ૨૧-૨-૭૬ થી ૨૨-૨-૭૬]
卐
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #224
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૮
अथैवं दर्शनज्ञानचारित्रपरिणतस्यास्यात्मनः कीदृक् स्वरूपसञ्चेतनं भवतीत्यावेद-यन्नुपसंहरति
अहमेक्को खलु सुद्धो दंसणणाणमइओ सदारूवी। ण वि अस्थि मज्झ किंचि वि अण्णं परमाणुमेत्तं पि।।३८ ।।
अहमेकः खलु शुद्धो दर्शनज्ञानमयः सदाऽरूपी। नाप्यस्ति मम किञ्चिदप्यन्यत्परमाणुमात्रमपि।।३८ ।।
હવે, એ રીતે દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ પરિણત થયેલાસ આ આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે એમ કહેતાં આચાર્ય આ કથનને સંકોચે છે, સમેટે છે –
હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઇ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે! ૩૮.
ગાથાર્થ – દર્શનજ્ઞાનચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કેઃ [ar] નિશ્ચયથી [ {] હું [ps:] એક છું, [શુદ્ધ:] શુદ્ધ છું, [૨ની નમય:] દર્શનજ્ઞાનમય છું, [ સા 3 રૂપા] સદા અરૂપી છું [વિચિત્ કપિ અન્ય ] કાંઈ પણ અન્ય પરદ્રવ્ય [ પરમાણુમાત્રમ્ અપિ] પરમાણુમાત્ર પણ [ મમ ન પિ બસ્તિ ] મારું નથી એ નિશ્ચય છે.
ટીકા- જે, અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતાં જે કોઈ પ્રકારે (મહા ભાગ્યથી) સમજી, સાવધાન થઈ, જેમ કોઈ મૂઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે તે ન્યાયે, પોતાના પરમેશ્વર (સર્વ સામર્થ્યના ધરનાર) આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને (-તેમાં તન્મય થઈને) જે સમ્યક પ્રકારે એક આત્મારામ થયો, તે હું એવો અનુભવ કરું છું કે : હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે; ચિત્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક છું; નર, નારક આદિ જીવના વિશેષો, અજીવ, પુણ્ય, પાપ, આસ્ત્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષસ્વરૂપ જે વ્યાવહારિક નવ તત્ત્વો તેમનાથી,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #225
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૮ ]
[ ૨૧૩
(વસંતતિનેT) मज्जन्तु निर्भरममी सममेव लोका आलोकमुच्छलति शान्तरसे समस्ताः।
ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવરૂપ ભાવ વડે, અત્યંત જુદો છે માટે હું શુદ્ધ છું; ચિન્માત્ર હોવાથી સામાન્ય-વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી માટે હું દર્શનજ્ઞાનમય છું; સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદનરૂપે પરિણમ્યો હોવા છતાં પણ સ્પર્શારિરૂપે પોતે પરિણમ્યો નથી માટે પરમાર્થે હું સદાય અરૂપી છું. આમ સર્વથી જાદા એવા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. એમ પ્રતાપવંત વર્તતા એવા મને, જોકે (મારી) બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્કુરાયમાન છે તોપણ, કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે તથા જ્ઞયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે; કારણ કે નિજરથી જ મોહને મૂળથી ઉખાડીને-ફરી અંકુર ન ઊપજે એવો નાશ કરીને, મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે.
ભાવાર્થ- આત્મા અનાદિ કાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો, તે શ્રી ગુરુઓના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો અને પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું કે હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું, દર્શનજ્ઞાનમય છું. આવું જાણવાથી મોહનો સમૂળ નાશ થયો, ભાવકભાવ ને શેયભાવથી ભેદજ્ઞાન થયું, પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી; હવે ફરી મોહ કેમ ઉત્પન્ન થાય? ન થાય.
હવે, એવો આત્માનો અનુભવ થયો તેનો મહિમા કહી પ્રેરણારૂપ કાવ્ય આચાર્ય કહે છે કે આવા જ્ઞાનસ્વરૂપ આત્મામાં સમસ્ત લોક નિમગ્ન થાઓ:
શ્લોકાર્થઃ- [gs: માવાન ગવવોઇસિન્થ: ] આ જ્ઞાનસમુદ્ર ભગવાન આત્મા [ વિક્રમ–તિરક્કરિણીં મરે કર્ણાવ્ય] વિભ્રમરૂપ આડી ચાદરને સમૂળગી ડુબાડી દઈને (દૂર કરીને) [ પ્રોન્મનઃ] પોતે સર્વાગ પ્રગટ થયો છે; [ગની સમસ્યા નોવેશ:] તેથી હવે આ સમસ્ત લોક [ શાન્તર] તેના શાંત રસમાં [સમ્ ga] એકીસાથે જ [નિર્મરન્] અત્યન્ત [ ] મગ્ન થાઓ. કેવો છે શાંત રસ? [ માનો કચ્છનતિ] સમસ્ત લોક પર્યત ઊછળી રહ્યો છે.
ભાવાર્થ:- જેમ સમુદ્રની આડું કાંઈ આવી જાય ત્યારે જળ નથી દેખાતું અને જ્યારે આડ દૂર થાય ત્યારે જળ પ્રગટ થાય; પ્રગટ થતાં, લોકને પ્રેરણાયોગ્ય થાય કે “આ જળમાં સર્વ લોક સ્નાન કરો'; તેવી રીતે આ આત્મા વિભ્રમથી આચ્છાદિત હતો ત્યારે તેનું સ્વરૂપ નહોતું દેખાતું; હવે વિભ્રમ દૂર થયો ત્યારે યથાસ્વરૂપ ( જેવું છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૧૪ ]
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
आप्लाव्य विभ्रमतिरस्करिणीं भरेण प्रोन्मग्न एष भगवानवबोधसिन्धुः।। ३२ ।।
તેવું સ્વરૂપ ) પ્રગટ થયું; તેથી ‘હવે તેના વીતરાગ વિજ્ઞાનરૂપ શાંતરસમાં એકીવખતે સર્વ લોક મગ્ન થાઓ' એમ આચાર્યે પ્રેરણા કરી છે. અથવા એવો પણ અર્થ છે કે જ્યારે આત્માનું અજ્ઞાન દૂર થાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય અને કેવળજ્ઞાન પ્રગટ થતાં સમસ્ત લોકમાં રહેલા પદાર્થો એકીવખતે જ જ્ઞાનમાં આવી ઝળકે છે તેને સર્વ લોક દેખો. ૩ર.
આ રીતે આ સમયપ્રાકૃતગ્રંથની આત્મખ્યાતિ નામની ટીકામાં ટીકાકારે પૂર્વરંગસ્થળ કહ્યું.
અહીં ટીકાકારનો એવો આશય છે કે આ ગ્રંથને અલંકારથી નાટકરૂપે વર્ણવ્યો છે. નાટકમાં પહેલાં રંગભૂમિ રચવામાં આવે છે. ત્યાં જોનારા નાયક તથા સભા હોય છે અને નૃત્ય (નાટય, નાટક) કરનારા હોય છે કે જેઓ અનેક સ્વાંગ ધારે છે તથા શૃંગારાદિક આઠ રસનું રૂપ બતાવે છે. ત્યાં શૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરુણા, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત-એ આઠ રસ છે તે લૌકિક રસ છે; નાટકમાં તેમનો જ અધિકાર છે. નવમો શાંતરસ છે તે અલૌકિક છે; નૃત્યમાં તેનો અધિકાર નથી. આ ૨સોના સ્થાયી ભાવ, સાત્ત્વિક ભાવ, અનુભાવી ભાવ, વ્યભિચારી ભાવ અને તેમની દૃષ્ટિ આદિનું વર્ણન ૨સગ્રંથોમાં છે ત્યાંથી જાણવું. અને સામાન્યપણે રસનું એ સ્વરૂપ છે કે જ્ઞાનમાં Âય આવ્યું તેમાં જ્ઞાન તદાકાર થયું, તેમાં પુરુષનો ભાવ લીન થઈ જાય અને અન્ય શેયની ઇચ્છા ન રહે તે રસ છે. તે આઠ રસનું રૂપ નૃત્યમાં નૃત્ય કરનારા બતાવે છે; અને તેમનું વર્ણન કરતાં કવીશ્વર જ્યારે અન્ય રસને અન્ય રસની સમાન કરીને પણ વર્ણન કરે છે ત્યારે અન્ય રસનો અન્ય રસ અંગભૂત થવાથી તથા અન્યભાવ રસોનું અંગ હોવાથી, રસવત્ આદિ અલંકારથી તેને નૃત્યના રૂપે વર્ણવવામાં આવે છે.
અહીં પ્રથમ રંગભૂમિસ્થળ કહ્યું. ત્યાં જોનારા તો સમ્યગ્દષ્ટિ પુરુષ છે તેમ જ બીજા મિથ્યાદષ્ટિ પુરુષોની સભા છે, તેમને બતાવે છે. નૃત્ય કરનારા જીવ-અજીવ પદાર્થ છે અને બન્નેનું એકપણું, કર્તાકર્મપણું આદિ તેમના સ્વાંગ છે. તેમાં તેઓ પરસ્પર અનેકરૂપ થાય છે, -આઠ રસરૂપ થઈ પરિણમે છે, તે નૃત્ય છે. ત્યાં સમ્યગ્દષ્ટિ જોનાર જીવ-અજીવના ભિન્ન સ્વરૂપને જાણે છે; તે તો આ સર્વ સ્વાંગોને કર્મકૃત જાણી શાંત રસમાં જ મગ્ન છે અને મિથ્યાદષ્ટિ જીવ-અજીવનો ભેદ નથી જાણતા તેથી આ સ્વાંગોને જ સાચા જાણી એમાં લીન થઈ જાય છે. તેમને સમ્યગ્દષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી, તેમનો ભ્રમ મટાડી, શાંત રસમાં તેમને લીન કરી સમ્યગ્દષ્ટિ બનાવે છે. તેની સૂચનારૂપે રંગભૂમિના અંતમાં આચાર્યે ‘મધ્નન્તુ’ ઇત્યાદિ આ શ્લોક રચ્યો છે. તે, હવે જીવઅજીવનો સ્વાંગ વર્ણવશે તેની સૂચનારૂપે છે એવો આશય સૂચિત થાય છે. આ રીતે અહીં સુધી તો રંગભૂમિનું વર્ણન કર્યું.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #227
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૮ ]
[ ૨૧૫
इतिश्रीसमयसारव्याख्यायामात्मख्यातौ पूर्वरङ्गः समाप्तः।
નૃત્યકુતૂહલ તત્ત્વકો, મરિયવિ દેખો ધાય; નિજાનંદ રસમેં છકો, આન સબૈ છિટકાય.
આ પ્રમાણે (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસાર શાસ્ત્રની (શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યવિવિરચિત ) આત્મખ્યાતિ નામની ટીકામાં પૂર્વરંગ સમાપ્ત થયો.
ભગવાન આત્મા વિકારના ભાવોથી અને શેયભાવોથી ભેદજ્ઞાન કરી ભિન્ન પડતાં પોતાના સ્વરૂપની પ્રતીતિ-જ્ઞાન રમણતારૂપે પરિણમ્યો. ત્યાં દર્શન-જ્ઞાનચારિત્રસ્વરૂપ પરિણત થયેલા આત્માને સ્વરૂપનું સંચેતન-વેદન કેવું હોય છે એનું કથન કરતાં આચાર્યદવ હવે (૩૮ મી ગાથામાં) સંકોચે છે -
* ગાથા ૩૮: ટીકા ઉપરનું પ્રવચન *
જે, અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબદ્ધ હતો” શું કહ્યું? કે અનાદિ મોહરૂપ અજ્ઞાનને લઈને જીવ ચારગતિમાં રખડે છે. જુઓ, અહીં એમ નથી કહ્યું કે અનાદિ કર્મને લઈને રખડે છે. કર્મ બિચારા શું કરે? મોહરૂપ અજ્ઞાનના કારણે તેને ઉન્મત્તપણું છે. પોતે આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન છે તેને ભૂલીને પુણ્ય-પાપના પરિણામ અને તેના ફળને પોતાનાં માને તેને ઉન્મત્ત એટલે પાગલ કહ્યો છે. આ શેઠિયા બધા જે એમ માને કે અમે કરોડપતિ અને અજબપતિ અને ગૌરવ કરે તે બધા મોથી ઉન્મત્ત-પાગલ છે એમ અહીં કહે છે. પોતાના સ્વરૂપની સાવધાની છોડીને જીવ વિકાર અને સંયોગી ચીજમાં સાવધાન થઈ રહ્યો છે એ મિથ્યાત્વ-મોહ છે.
“અનાદિ મોહરૂપ અજ્ઞાનથી...' એ શબ્દોથી પહેલાં શરુ કર્યું છે. આ ગાથામાં જીવ અધિકાર પૂરો કરવો છે ને? એટલે જીવનું પૂર્ણસ્વરૂપ પ્રાપ્ત થાય ત્યારે કેવો હોય અને એ પહેલાંની એની ભૂલ કેવી હોય એ બતાવે છે. પૈસા, ધન-દોલત, આબરૂમાં મજા-આનંદ માનતો તે મોહ વડે પાગલ હતો, અત્યંત અપ્રતિબદ્ધ હતો. અહાહા ! આત્મા એક સમયમાં જ્ઞાન, આનંદ ઇત્યાદિ અનંત અનંત શક્તિઓનો પિંડ છે. પણ એના ઉપર એની અનંતકાળમાં નજર ગઈ નથી, કેમકે વર્તમાન પર્યાય જે વ્યક્ત-પ્રગટ છે તેના ઉપર એની નજર છે. જૈનનો સાધુ થયો, દિગંબર મુનિ થયો, જંગલમાં રહ્યો, પણ એની દષ્ટિનું જોર વર્તમાન પર્યાય ઉપર જ રહ્યું; કેમકે પર્યાયનો જે અંશ છે એ પ્રગટ છે, તેને ખ્યાલમાં આવે છે તેથી તેમાં જ રોકાઈ ગયેલો છે. પ્રગટ પર્યાય ઉપર દૃષ્ટિ છે તે લંબાય તો રાગ અને પર ઉપર જાય છે. તેથી પર્યાયનો, રાગનો અને પરનો જ તેને (આત્માપણે) સ્વીકાર છે. આ અનાદિ ભ્રમણા અને અજ્ઞાન છે અને તે વડે તે અપ્રતિબદ્ધ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #228
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
વળી કોઈ કહે કે જૈનમાં તો બધું કર્મને લઈને થાય છે એમ આવે છે એટલે જીવ કર્મને લઈને અપ્રતિબુદ્ધ છે એમ કહો તો? ભાઈ ! એ બરાબર નથી. કર્મ તો જડ અચેતન છે. એ જડને લઈને તારામાં શું થાય? “કર્મથી થયું” એમ આવે એ તો નિમિત્ત બતાવનારું કથન છે, કર્મથી જીવમાં કાંઈ થાય છે એમ છે જ નહિ. જીવ અનાદિ મોહરૂપ અજ્ઞાન વડે જ અપ્રતિબદ્ધ છે. હવે એવો જીવ પોતે સુલટો પરિણમે ત્યારે એને સમજાવનાર કેવા ગુરુનું નિમિત્ત હોય છે તે કહે છે.
અનાદિથી જે મોહરૂપ અજ્ઞાનથી અપ્રતિબદ્ધ હતો તે “વિરક્ત ગુરુ વડે સમજાવવામાં આવતાં'—જુઓ અહીં સમજાવનાર ગુરુ વિરક્ત લીધા છે. જે સમ્યગ્દષ્ટિ હોય અને ચારિત્ર સહિત હોય તે નિગ્રંથ મુનિરાજ સાચા ગુરુ છે. જે અંતરમાં રાગથી છૂટા પડી ગયા છે અને બહારમાં વસ્ત્ર-પાત્રથી રહિત છે તેને સાચા નિગ્રંથ ગુરુ કહે છે. એવા વિરક્ત ગુરુ વડે ‘નિરંતર સમજાવવામાં આવતાં-નિરંતર સમજાવવામાં આવતાં એટલે ગુરુ કાંઈ ચોવીસે કલાક સમજાવવા નવરા હોતા નથી, પરંતુ ગુરુએ એને જે સમજાવ્યું એ વાતની સાંભળનાર શિષ્યને એવી ધૂન લાગી ગઈ કે નિરંતર એ એના ચિન્તનમાં રહે છે. તેથી અહીં ‘નિરંતર સમજાવવામાં આવતાં” એમ કહ્યું છે.
શ્રી ગુરુએ તેને કહ્યું કે પ્રભુ! તારી ચીજ વિકાર અને કર્મથી ભિન્ન છે. તું અનંત અનંત જ્ઞાન અને આનંદનો સાગર છે. જાઓ, આવી દેશના દેનાર દિગંબર ભાવલિંગી સંત હોય છે એમ અહીં કહ્યું છે. અજ્ઞાનીની દેશના ધર્મ પામવામાં નિમિત્ત હોઈ શક્તી નથી. જૈન દર્શનમાં સાધુ દિગંબર હોય છે અને તે વનવાસી હોય છે. તે રાગથી વિરક્ત અને સ્વરૂપમાં વિશેષ રક્ત હોય છે. આવા નિગ્રંથ ગુરુની દેશના ધર્મ પામવામાં નિમિત્ત થાય છે. એવા ગુરુ પાસેથી જે દેશના મળે તેને સાંભળીને શિષ્ય નિરંતર ઓગાળે છે, વિચારે છે. તેથી ‘નિરંતર સમજાવવામાં આવતાં' એમ અહીં લીધું
શ્રીગુરુએ દેશનામાં કહ્યું કે ભગવાન! તું ચૈતન્યસ્વરૂપ છે. તારામાં અનંત ગુણો ભર્યા છે. અહાહા! પ્રભુ, તું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાન્તિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા એવા એવા પૂર્ણ સ્વભાવની અનંત શક્તિઓનું સંગ્રહાલય-સ્થાન છે; તું વિકાર અને દેહનું સ્થાન નથી. આ સાંભળનાર શિષ્યને એવી સ્વભાવની ધૂન ચડી કે તેને ચોટ લાગી અને તે કોઈ પ્રકારે મહાભાગ્યથી આત્મા સમજી ગયો. મહાભાગ્યથી એટલે મહાપુરુષાર્થ વડે તેણે સ્વસંવેદન પ્રગટ કરી લીધું. આત્મા અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય શાન્તિ અને અનંત ઈશ્વરશક્તિનો સમુદાય છે એવું સમ્યગ્દર્શનમાં તેને ભાન થયું. આવું સમજીને-ભાન કરીને શિષ્ય સાવધાન થયો, સ્વરૂપ પ્રતિ સાવધાન થયો. અનંતકાળમાં જે નહોતું કર્યું અને જે કરવા યોગ્ય હતું તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #229
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૮ ]
[ ૨૧૭
(સમ્યગ્દર્શન) તેણે કર્યું. ગુરુએ જે ભાવથી કહ્યું હતું તે ભાવ તે બરાબર સમજી ગયો. પહેલાં રાગ અને સંયોગમાં સાવધાન હતો તે હવે અસંયોગી અને અરાગી આત્મામાં સાવધાન થયો.
હું તો જ્ઞાયકસ્વરૂપ ચૈતન્યસ્વભાવના ભાવથી ભરેલો ચૈતન્ય-તેજના નૂરનું પૂર છું એમ સાવધાન થઈ, જેવી રીતે કોઈ મૂઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે યાદ કરીને તે સુવર્ણને દેખે તે ન્યાયે, પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો હતો તેને જાણે છે. જુઓ, સોનું કયાંય પેટી-પટારામાં છે ને ભૂલી ગયો એમ લીધું નથી. પણ પોતાની મૂઠીમાં પોતાની પાસે જ છે તે ભૂલી ગયો હોય તેને કાંઈ યાદ કરીને દેખે તેમ અહીં પણ પુણ્ય-પાપની રુચિમાં પોતાની અંદર રહેલો ભગવાન આત્મા ભૂલી ગયો હતો તે યાદ કરીને દેખી લીધો. જેમ લાપસી રંધાતી હોય અને કાચાં લાકડાંનો ધૂમાડો થતો હોય તો વાસણ અને લાપસી દેખાતાં નથી, તેમ પુણ્ય-પાપના ધુમાડાની આડમાં અંદર ભગવાન આત્મા છે તે દેખાતો નથી. આ શુભાશુભ વિકલ્પો છે એ ધુમાડો-મેલ છે. અને તેની રુચિમાં આત્મા જણાતો નથી. પરંતુ વિરક્ત ગુરુના ઉપદેશનું નિમિત્ત બનતાં સાવધાન થઈ શિષ્ય જાણ્યું કે-અહો! હું તો અતીન્દ્રિય આનંદ અને શાંતિનો સાગર છું. આનંદ, જ્ઞાન અને વીતરાગતાના રસથી છલોછલ ભરેલો પરમેશ્વર છું. પાઠમાં છે ને કે પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને '–કોઈને આ વાત સાંભળીને એમ થાય કે આત્મા અત્યારે ક્યાં પરમેશ્વર છે? ભાઈ ! અત્યારે જો પરમેશ્વર સ્વરૂપ ન હોય તો પર્યાયમાં થશે કયાંથી? આત્મા શક્તિએ વીતરાગમૂર્તિ છે તેથી તેની પર્યાયમાં વીતરાગતા પ્રગટે છે, પ્રવહે છે. અહીં કહે છે-ભગવાન! તું તારા પરમેશ્વરને ભૂલી ગયો. “અપને કો ભૂલ આપ હેરાન હો ગયા.”
અહાહા! ભગવાન આત્માની સત્તા-હોવાપણું પરમેશ્વરપણાના સ્વભાવથી ભરેલું છે. અનંત સામર્થ્યમંડિત એક એક શક્તિ એમ અનંત શક્તિ-ગુણ-સ્વભાવથી ભરેલો પરમેશ્વર પોતે છે. તે સર્વ સામર્થ્યનો ધરનાર અનંતબળથી ભરેલો ભગવાન છે. એવા પોતાના પરમેશ્વર આત્માને પોતે ભૂલી ગયો હતો તેને યાદ કરીને જાણી લે છે. એનામાં નજર કરતાં ક્ષણમાં નારાયણ થાય એવી તાકાતવાળો એ જણાય છે. ભાઈ ! શક્તિમાં જો પરમેશ્વરપણું ન હોય તો પર્યાયમાં કયાંથી આવે? કૂવામાં ન હોય તો અવેડામાં કયાંથી આવે ?
આત્મામાં જ્ઞાનનું સામર્થ્ય પૂર્ણ છે, દર્શનનું સામર્થ્ય પૂર્ણ છે. એવા અનંતગુણોના પૂર્ણ સામર્થ્યવાળો પ્રભુ આત્મા છે. આત્મામાં પ્રભુતાનો ગુણ છે. તેના નિમિત્તે અનંતગુણોમાં પ્રભુતાનું રૂપ છે. પ્રભુત્વ ગુણ બીજા ગુણોમાં નથી પણ પ્રભુતાનું રૂપ અનંતગુણોમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #230
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
રહેલું છે. જેવી રીતે જ્ઞાનગુણ છે તેમાં અસ્તિત્વગુણનું રૂપ છે. જુઓ, જ્ઞાન છે એ પણે પોતાથી છે. જ્ઞાન છે એમ કહેતાં જ્ઞાનનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. જ્ઞાનગુણ અને અસ્તિત્વ ગુણ ભિન્ન છે, પણ જ્ઞાનમાં અસ્તિત્વ ગુણનું રૂપ છે. એવી રીતે એક એક ગુણમાં અનંતગુણનું રૂપ છે. આવો “સિદ્ધ સમાન સદા પદ મેરો”—જેનું સદાય સિદ્ધ સમાન પદ એવા પોતાના સચ્ચિદાનંદ પરમેશ્વરને ભૂલી ગયો હતો તે જ્યાં આત્માનું ભાન થયું ત્યાં વિકાર અને પરને ભુલી ગયો. પહેલાં આત્મા ભૂલી ગયો હતો, હવે આત્મામાં નજર કરતાં જે પુણ્ય-પાપને અને પરને પોતાના માન્યા હતા તેને ભૂલી ગયો. હવે તેણે જાણી લીધું કે પોતાની શાંતિ અને આનંદનો લાભ રાગ અને પરમાંથી નહિ પણ પોતાના પરમેશ્વર આત્મામાંથી મળે છે.
પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને જે સમ્યક પ્રકારે એક આત્મારામ થયો'–અહો ! અમૃતચંદ્રાચાર્યદવે અમૃત રેડ્યાં છે. તેઓશ્રી એક હજાર વર્ષ પહેલાં ભરતક્ષેત્રમાં બિરાજમાન હતા. તેઓ ટીકામાં કહે છે કે પોતાના પરમેશ્વરને ભૂલી ગયો હતો તેને જાણીને તેનું શ્રદ્ધાન કર્યું. પોતાની વર્તમાન જ્ઞાનની પર્યાયમાં સ્વને-પૂર્ણાનંદના નાથ પ્રભુ આત્માને શેય બનાવીને એને જાણ્યો. અહાહા ! પોતાના પરમેશ્વરને સ્વસંવેદનમાં જાણીને એમ શ્રદ્ધાન કર્યું કે હું એક જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા પૂર્ણાનંદનો નાથ છું. જાણ્યા વિના શ્રદ્ધાન કોનું કરે ? તેથી જાણીને, શ્રદ્ધાન કરીને તેનું આચરણ કર્યું અર્થાત્ તેમાં રમણતા કરી.
ભગવાન આત્મા અનંત જ્ઞાન અને આનંદના સામર્થ્યવાળો પરમેશ્વર છે. તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તેમાં રમણતા કરવી તે તેનું આચરણ-ચારિત્ર છે. બહારમાં વસ્ત્રનો ત્યાગ કરે, નગ્નપણું ધારણ કરે અને પંચમહાવ્રત લે તેથી કાંઈ ચારિત્ર પ્રાપ્ત થઈ જતું નથી. અંદર ભગવાન આનંદનો નાથ જ્ઞાતા-દષ્ટા સ્વરૂપે બિરાજે છે તેમાં ઉગ્રપણે લીનતા કરી ઠરવું એનું નામ ચારિત્ર છે અને ત્યાં વસ્ત્રનો ત્યાગ અને નગ્નપણે સહજપણે હોય જ છે. વસ્ત્ર રાખીને સાધુપણું માને એ તો મિથ્યાત્વ છે. જૈનદર્શનમાં વસ્ત્ર સહિત સાધુપણું ત્રણકાળમાં કદીય હોતું નથી. તથા વસ્ત્ર છોડીને નગ્ન થાય પરંતુ આત્માના શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર રહિત હોય તો એ પણ મિથ્યાદષ્ટિ છે. ભલે પંચમહાવ્રતને પાળે, પણ એ મહાવ્રતના વિકલ્પને ધર્મ માને તો એ મિથ્યાષ્ટિ છે. પંચમહાવ્રતનો વિકલ્પ એ તો રાગ છે. રાગમાં રમે એ ચારિત્ર કેમ કહેવાય ? આત્માના આનંદમાં રમણતા કરે એ ચારિત્ર છે, ધર્મ છે.
ભગવાન આત્મામાં રમે તેને આત્મારામ કહીએ. પહેલાં રાગ મારો અને પરિયા મારા એમ પરભાવોમાં અનેકરૂપ થઈ રમતો હતો તે હવે પોતાના પરમેશ્વર આત્માને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #231
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૮ ]
| [ ૨૧૯
જાણીને, તેનું શ્રદ્ધાન અને તેનું આચરણ કરીને સમ્યક પ્રકારે એક આત્મારામ થયો. તે હવે પોતે પોતાને કેવો અનુભવે છે તે કહે છે:
હું એવો અનુભવ કરું છું કે હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. અગ્નિની જ્યોતિ, દીવાની જ્યોતિ હોય છે એ તો જડ છે. આ તો ચૈતન્યમાત્ર જ્યોતિ એટલે દેખવા-જાણવાના સ્વભાવરૂપ જ્યોતિ હું આત્મા છું. તે મારા પોતાના જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. વજન અહીં છે કે મારા અનુભવથી એટલે આનંદના વેદનથી હું મારા આત્માને જાણું છું. પરથી, વિકલ્પથી કે નિમિત્તથી નહિ પણ મારા જ અનુભવથી હું આત્માને પ્રત્યક્ષ જાણું છું. સમયસાર નાટકમાં બનારસીદાસે કહ્યું છે ને કે –
વસ્તુ વિચારત ધ્યાવર્તે, મન પાવૈ વિશ્રામ;
રસ સ્વાદત સુખ ઊપજૈ, અનુભૌ યાકૌ નામ.” જેમાં આત્માના આનંદના રસનો સ્વાદ આવે તેવા વેદનથી હું મારા આત્માને પ્રત્યક્ષ જાણું છું. આ જૈન પરમેશ્વરનો માર્ગ છે. કોઈને એમ લાગે કે શું માર્ગ આવો હશે? પણ ભાઈ ! ભગવાન જિનેશ્વરદેવની દિવ્યધ્વનિમાં કહેલો આ માર્ગ છે. વર્તમાનમાં વિદેહક્ષેત્રમાં શ્રી સીમંધર ભગવાન સાક્ષાત્ અરિહંતપદે બિરાજે છે. સો ઇન્દ્રો અને ગણધરો નતમસ્તક થઈ બહુ વિનયપૂર્વક તેમની દિવ્યધ્વનિ સાંભળે છે. એ દિવ્યધ્વનિમાં ભગવાને કહેલો માર્ગ આ છે. બાકી દયા પાળો, વ્રત કરો, દાન કરો, જાત્રા કરો ઇત્યાદિ કાંઈ જૈનમાર્ગ નથી. એવો માર્ગ શું ભગવાન કહેતા હશે? એવું તો કુંભારેય કહે છે. ભાઈ ! આ જૈનમાર્ગની-મોક્ષમાર્ગની વાત મહાભાગ્યશાળી હોય એને સાંભળવા મળે છે.
અહીં છદ્મસ્થદશામાં સમકિતી ધર્માત્મા આત્માને કેવો અનુભવે છે તે બતાવતાં કહે છે કે-ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ હું આત્મા છું. અહાહા! ત્રિકાળી જ્ઞાનસત્ત્વ, સર્વજ્ઞસ્વભાવ, “જ્ઞ ભાવ, એક જ્ઞાયકભાવસ્વરૂપ ચૈતન્યમાત્ર ઝળહળ જ્યોતિ હું છું. રાગ અને પર હું નથી. એક સમયની પ્રગટ પર્યાય જેટલો પણ હું નથી. અને આ જ્ઞાયકસ્વભાવી આત્મા મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. અહાહા ! આ જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા મારા સ્વસંવેદનજ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય છે. એનો અનુભવ કરવામાં કોઈ પરનાનિમિત્તના કે વિકલ્પના સહારાની જરૂર નથી. સીધું જ્ઞાન પોતાને અને પરને જાણે છે એવો હું છું.
અરે! જન્મ-મરણના ચોર્યાશી લાખ યોનિના આંટા ખાઈને અજ્ઞાની મરી ગયો છે. જીવતી જ્યોતને એણે મારી નાખી છે. આ ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા તે હું એમ નહિ સ્વીકારતાં એક સમયની રાગાદિ પર્યાય અને વિકાર તે હું એમ જેણે માન્યું તેણે ચૈતન્યજીવનને હણી નાખ્યું છે, કેમ કે જીવતા સના સત્ત્વનો તેણે નકાર કર્યો છે. વસ્તુ તો વસ્તુ છે, વસ્તુનો નાશ થતો નથી પણ પર્યાયમાં ચૈતન્યજીવનનો ઘાત થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #232
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
અહીં ચિન્માત્ર જ્યોતિ હું આત્મા છું એમ કહીને જીવનો સ્વભાવ જ્ઞાનમાત્ર છે એમ કહ્યું. જ્ઞાનમાત્ર કહેતાં એમાં બીજા અનંત ગુણો છે તેનો નિષેધ કરવો નથી, પરંતુ રાગાદિ વિકારનો નિષેધ કરવો છે. અહાહા ! હું ચિન્માત્ર જ્યોતિસ્વરૂપ આત્મા છું એવો સમ્યગ્દષ્ટિને સમ્યગ્દર્શનના કાળમાં અનુભવ થાય છે.
હવે કહે છે–‘ચિન્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રર્વતતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક છું.' નરકગતિ, મોક્ષગતિ ઇત્યાદિ ગતિઓ ક્રમે થાય છે. એક પછી એક થાય છે તેથી તેને ક્રમરૂપ ભાવ કહ્યો છે. અને પર્યાયમાં કષાય, લેશ્યા, જ્ઞાનનો ઉઘાડ વગેરે એકસાથે હોય છે તેથી તેમને અહીં અક્રમરૂપ ભાવ કહ્યા છે. આ બધા વ્યાવહારિક ભાવો છે. અહીં ક્રમ એટલે પર્યાય અને અક્રમ એટલે ગુણ એમ નથી લેવું. પરંતુ એક પછી એક થતી ગતિના ભાવને ક્રમરૂપ અને ઉદયનો રાગાદિ ભાવ, લેશ્યાનો ભાવ અને જ્ઞાનની એક સમયની પર્યાયનો ભાવ ઇત્યાદિ એક સાથે હોય છે તેમને અક્રમરૂપ લીધા છે. આ સઘળા ક્રમ-અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક છું. આ વ્યાવહારિક ભાવોથી ભિન્ન મારી ચીજ છે, કેમકે હું તો અભેદ, અખંડ, આનંદકંદ પ્રભુ એક ચિન્માત્ર વસ્તુ છું.
અહાહા ! એક જ્ઞાયકભાવપણાને લીધે હું ક્રમ-અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે એક છું. તેથી આ મ-અક્રમરૂપ વ્યાવહારિક ભાવોની અસ્તિ નથી એમ ન સમજવું. ગતિ, રાગાદિ અવસ્થા, લેશ્યાના પરિણામ કે જ્ઞાનની પર્યાય ઇત્યાદિ પર્યાય છે જ નહિ એમ નથી. તેમની (પોતપોતાથી ) અસ્તિ તો છે પણ તેમની અસ્તિથી હું અખંડ આનંદનો નાથ પ્રભુ ભેદરૂપ થતો નથી. આવો ધર્મનો ઉપદેશ !! હવે આમાં (અજ્ઞાની ) માણસ શું કરે ? બીજે તો કહે કે ઉપવાસાદિ કરો એટલે કરી નાખે અને માને કે થઈ ગયો ધર્મ. પણ એ તો મિથ્યાત્વનું પાપ છે, બાપુ!
જ્યારે આત્માનું સમ્યગ્દર્શન થયું અને તેનું આચરણ કર્યું ત્યારે આત્મા કેવો જાણ્યો એની વાત કરે છે. ચિન્માત્રપણાને લીધે એટલે અખંડ એક જ્ઞાનસ્વભાવને લઈને એ ક્રમે થતી ગતિ અને અક્રમે થતી જ્ઞાન પર્યાય, રાગ, લેશ્યા, કષાય-એ સઘળા વ્યાવહારિક ભેદોથી હું ભેદરૂપ થતો નથી. અહાહા! જૈન દર્શન આવું સૂક્ષ્મ અને અપૂર્વ છે. આવી વાત બીજે કયાંય નહિ. આ તો પરમેશ્વર જિનેશ્વરદેવ જેમણે એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જોયા એ ભગવાનના શ્રીમુખેથી જે દિવ્યધ્વનિ-ધ્વનિ આવી એ વાત સંતોએ આગમમાં રચી છે.
અહાહા....! પર્યાય અને રાગથી ખસીને દૃષ્ટિ ભગવાનને ભાળવા ગઈ, એ જ્ઞાનનેત્ર નિજ ચૈતન્યને જોવાં ગયાં ત્યાં ચૈતન્યને આવો જોયો કે-ક્રમ અને અમે પ્રવર્તતા ભેદોથી હું ભેદાતો નથી. હું તો ત્રિકાળ એકરૂપ છું, અભેદ છું. અરે! પ્રભુ કેવળીના
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #233
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૮ ]
[ ૨૨૧
વિરહ પડયા અને મન:પર્યયજ્ઞાન પણ રહ્યું નહિ. પરંતુ વસ્તુસ્થિતિને બતાવનારાં આ શાસ્ત્ર રહી ગયાં. અહો! આચાર્યોએ શાસ્ત્રો રચીને કેવળજ્ઞાનને ભૂલાવી દીધું છે! ભાઈ ! તું કોણ છે? કેવડો છે? કયા પ્રકારે આત્માને જાણે ત્યારે યથાર્થપણે જાણ્યો કહેવાય ? કે પર્યાયના ભેદથી ભેદાય નહિ એવો શું ચિન્માત્ર એક છું એમ જાણે ત્યારે આત્માને જાણ્યો કહેવાય, કઠણ પડે, પણ માર્ગ તો આ છે, ભાઈ! એને ધીમે ધીમે સમજવો જોઈએ. આ ચોરાસી લાખના અવતારમાં તું દુઃખી-દુ:ખી થઈ રહ્યો છે. એ દુઃખમાંથી આ સમજ્યા વિના છૂટકારો થાય એમ નથી.
ભાઈ! તેં બહારની સંભાળ તો ઘણી બધી કરી છે. પણ અંદર જીવતી જાગતી જ્યોતસ્વરૂપ જે ચૈતન્ય ભગવાન પડયો છે તેની અનંતકાળમાં એક ક્ષણમાત્ર પણ સંભાળ કરી નથી. એ ચૈતન્ય ભગવાન સમ્યજ્ઞાનમાં કેવો જણાયો તે અહીં કહે છે. કહે છે કે ક્રમે-અક્રમે પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી હું ભેદરૂપ થતો નથી એવો અભેદ અખંડાનંદ સ્વરૂપ એક છું. વીતરાગ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે વિકલ્પ તે વિકલ્પથી કે ‘હું ચિન્માત્ર છું’ એવા વિકલ્પથી ભેદરૂપ નિહ થતો એવો અભેદ એકરૂપ હું છું.
વસ્તુ આત્મા ત્રિકાળ નિર્વિકલ્પ છે. પહેલાં ‘ અનસૂયા 'નું નાટક ભજવાતું તે જોયેલું એમાં માતા પોતાના બાળકને સૂવડાવે ત્યારે એમ ગાતી કે-શુદ્ધોઽસિ, યુદ્ધોસિ સવાસીનોઽસિ, નિર્વિરુપોસિ-એટલે કે બેટા! તું શુદ્ધ છે, જ્ઞાનનો પિંડ છે, આખી દુનિયામાં તારી ચીજ જુદી છે માટે ઉદાસીન છે, નિર્વિકલ્પ છે. આ તો નાટકમાં પહેલાં આ આવતું. તું નિર્વિકલ્પ છે એટલે પર્યાયમાં થતા ક્રમરૂપ અને અમરૂપ ભાવોથી ભેદાય એવી તારી ચીજ નથી. વસ્તુ-આત્મા તો ભેદ રહિત અભેદ છે એમ જાણે ત્યારે આત્મા જાણ્યો કહેવાય. આનું નામ સમ્યગ્દર્શન છે. અહીં ‘હું એક છું' એ બોલ પૂરો થયો. હવે ‘હું શુદ્ધ છું' એ બોલ કહે છે.
‘નર, નારક આદિ જીવના વિશેષો, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા બંધ અને મોક્ષસ્વરૂપ જે વ્યાવહારિક નવ તત્ત્વો તેમનાથી ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવરૂપ ભાવ વડે, અત્યંત જુદો છું માટે હું શુદ્ધ છું.’
અનાદિથી જીવ પુણ્યભાવ, પાપભાવ, આસ્રવભાવ અને બંધભાવમાં રોકાયેલો છે. અનાદિથી એને મોક્ષ કયાં છે? પણ સંવર, નિર્જરા, મોક્ષના વિકલ્પ છે. અને હવે જ્યારે ભાન થયું ત્યારે અંતર-એકાગ્રતા સહિત જે સંવર, નિર્જરા અને મોક્ષની પર્યાય પ્રગટે તે પર્યાય જેવડો હું નથી. આ વ્યાવહારિક નવતત્ત્વોથી હું જુદો છું. આ પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ બધાં વ્યાવહારિક નવતત્ત્વો છે. એ સર્વથી હું ભિન્ન છું. નિયમસાર ગાથા ૩૮ માં કહ્યું છે કે-સાત તત્ત્વો નાશવાન છે. સંવર, નિર્જરા અને મોક્ષની પર્યાય પણ નાશવાન છે. અને હું એક અવિનાશી છું. મારા
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #234
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨ ]
ચિન રત્નાકર ભાગ-૨
હોવાપણામાં-અસ્તિપણામાં એ પર્યાયોના ભેદો છે નહિ. એ ભેદોમાં હું આવતો નથી અને મારામાં એ ભેદો સમાતા નથી. તેથી સંવર, નિર્જરા અને કેવળજ્ઞાનની પર્યાયથી પણ હું અત્યંત જુદો છું. હું તો એક અખંડ ચૈતન્યનો પિંડ છું, જ્ઞાનનો પિંડ છું, આનંદનો કંદ અને પુરુષાર્થનો પિંડ છું અને વ્યાવહારિક જે નવતત્ત્વો તેમનાથી જુદો, અત્યંત જુદો છું માટે શુદ્ધ છું.
અહાહા! વસ્તુ આત્મા એકલું ચૈતન્યનું દળ છે. એ ત્રિકાળસ્વરૂપ છે. એક સમયની પર્યાયમાં એ ત્રિકાળી દ્રવ્ય કયાં આવે છે? તેથી વ્યાવહારિક નવતત્ત્વના ભેદોપર્યાયો નથી એમ કોઈ કહે તો એમ નથી. તેઓ પર્યાયપણે, પર્યાયના અસ્તિપણે તો છે, પરંતુ ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં તે નથી એમ વાત છે. ધ્રુવ દ્રવ્યમાં પર્યાય આવતી નથી અને પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. શ્રી સમયસાર ગાથા ૪૯ માં “અવ્યક્ત” ના છ બોલ લીધા છે. તેમાં પાંચમા બોલમાં એમ લીધું છે કે વ્યક્તિ અને અવ્યક્ત બન્ને સાથે જણાતા હોવા છતાં વ્યક્તને એટલે પર્યાયને હું સ્પર્શતો નથી એવો હું દ્રવ્ય છું. શ્રી પ્રવચનસારમાં ૪૭ નયોનું વર્ણન કર્યું છે. તેમાં છેલ્લા બે નય અશુદ્ધનય અને શુદ્ધનય લીધા છે. તેમાં એમ લીધું છે કે માટીને કેવળ માટીરૂપે જોવી તે શુદ્ધનય છે અને માટીના અનેક જાતના આકાર વિશેષો (વાસણ) થાય તે-રૂપે જોવી તે અશુદ્ધનય છે. એમ ભગવાન આત્મા એકલી ચિન્માત્ર અભેદ વસ્તુ તે શુદ્ધ છે. એ શુદ્ધનયનો વિષય છે. અને આત્માને પર્યાયથી જોવો એ અશુદ્ધનયનો વિષય છે. જાઓ, અશુદ્ધનયનો વિષય પર્યાય-નવતત્વના ભેદરૂપ છે ખરી, પણ દ્રવ્યની સત્તામાં ત્રિકાળ ધ્રુવ સત્ત્વમાં એ નથી. તેથી કહે છે નવતત્ત્વોના વ્યાવહારિક ભાવોથી જુદો હોવાથી શુદ્ધ છું.
આ ૩૮ મી ગાથા જીવ અધિકારની છેલ્લી ગાથા છે. આખા જીવતત્ત્વનો સાર બધો આમાં પ્રગટ કર્યો છે. જ્ઞાની એમ અનુભવે છે કે-હું શુદ્ધ છું. “હું શુદ્ધ છું’ એવો વિકલ્પ નહિ, એવો અનુભવ છે. અહાહા! તે એમ જાણે છે કે-મારા સત્નું સત્ત્વ છે તે ત્રિકાળ છે, ધ્રુવ છે, નિત્ય છે, અભેદ છે અને એકરૂપ છે. તેથી નવતત્ત્વના વ્યાવહારિક ભાવોથી હું અત્યંત જુદો છું, ભિન્ન છું. ભિન્નતાના ત્રણ પ્રકાર છે.
એક દ્રવ્ય બીજા દ્રવ્યથી અત્યંત ભિન્ન છે એ એક વાત.
પુણ્ય-પાપના જે વિકારીભાવો છે એનાથી ભગવાન આત્મા ભિન્ન છે એ બીજી વાત.
અને જે નિર્મળ પર્યાય છે એનાથી પણ ભગવાન આત્મા ભિન્ન છે એ ત્રીજી વાત.
પહેલી સ્વદ્રવ્ય-પદ્રવ્યની ભિન્નતા કહી. બીજી વિકારીભાવ અને સ્વભાવની ભિન્નતા કહી અને ત્રીજી દ્રવ્ય અને પર્યાયની ભિન્નતા બતાવી. એક સમયની પર્યાયમાં એ આખી વસ્તુ છે કયાં? પર્યાય દ્રવ્યને અડે છે કયાં? અહાહા! પર્યાય છે એ દ્રવ્યને સ્પર્શતી નથી અને દ્રવ્યસ્વભાવ પર્યાયને સ્પર્શતો નથી. પુદ્ગલાદિ (શરીર વગેરે) પરદ્રવ્યો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #235
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૮ ]
[ ૨૨૩
ભગવાન આત્માને સ્પર્શતા નથી. અંદર પર્યાયમાં થતા રાગાદિ વિકારી ભાવો ભગવાન ચૈતન્યસ્વભાવને સ્પર્શતા નથી. એ તો ઠીક, પણ ભગવાન જ્ઞાયકસ્વભાવી ધ્રુવ આત્માના આશ્રયે પ્રગટ થએલી નિર્મળ પર્યાય પણ દ્રવ્યને સ્પર્શતી નથી. પ્રવચનસાર ગાથા ૧૭ર માં અલિંગગ્રહણના ૧૯-૨૦ બોલમાં આ વાત લીધી છે. ૧૯ માં બોલમાં એમ લીધું છે કેલિંગ એટલે કે પર્યાય એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધવિશેષ તે જેને નથી તે અલિંગ-ગ્રહણ છે; આ રીતે આત્મા પર્યાયવિશેષથી નહિ આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે.' અહીં કહે છે કે પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. ૨૦ મા બોલમાં એમ લીધું છે કે-લિંગ એટલે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધસામાન્ય છે જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા દ્રવ્યથી નહિ આલિંગિત એવો શુદ્ધ પર્યાય છે. શું કહે છે? વેદન પર્યાયમાં છે, ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં નથી. દ્રવ્ય તો અક્રિય છે. તેથી દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી. ભાઈ ! આ તો વસ્તુસ્થિતિની અલૌકિક વાતો છે. એ જ અહીં કહે છે કે-આ નવતત્ત્વના વ્યવહારિક ભાવોથી, અખંડ એક ચૈતન્યસ્વભાવપણાને લીધે હું જુદો છું અને તેથી હું શુદ્ધ છું. આ “શુદ્ધ છું” નો બોલ પૂરો થયો.
હવે ત્રીજો બોલ “દર્શન જ્ઞાનમય” નો કહે છે, “ચિન્માત્ર હોવાથી સામાન્યવિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી માટે હું દર્શનજ્ઞાનમય છું. અહાહા ! ચિન્માત્ર કહેતાં હું ચૈતન્યસ્વભાવમાત્ર છું. દયા, દાન, વ્રતાદિ વિકલ્પ તે હું નહિ, અલ્પજ્ઞતા તે પણ હું નહિ અને હું જ્ઞાનદર્શનવાળો એમ (ભેદ) પણ હું નહિ. હું તો ચિત્માત્ર હોવાથી દર્શન-જ્ઞાનમય છું. અહીં ચૈતન્યસામાન્ય તે દર્શન છે અને ચૈતન્યવિશેષ તે જ્ઞાન છે. ચૈતન્ય-સ્વભાવી ભગવાન આત્મા સામાન્ય-વિશેષ ઉપયોગાત્મકપણાને ઓળંગતો નહિ હોવાથી હું જ્ઞાનદર્શનમય છે. ત્રિકાળી વસ્તુપણે આવો છે. આ ત્રીજો બોલ થયો.
હવે ચોથો બોલ “અરૂપી” નો કહે છે : “સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદનરૂપે પરિણમ્યો હોવા છતાં પણ સ્પર્શાદરૂપે પોતે પરિણમ્યો નથી માટે પરમાર્થે હું સદાય અરૂપી છું.” જુઓ, સ્પર્શ, રસ આદિનું જ્ઞાન જે થાય છે તે મારા પોતાથી થાય છે, નિમિત્તથી નહિ, અને સ્પર્શાદિ નિમિત્તની ક્યાતી છે તો મારામાં જ્ઞાન થાય છે એમ પણ નથી, તત્સંબંધી જ્ઞાનરૂપે પરિણમવાની યોગ્યતા મારામાં સહજ સ્વભાવથી જ છે. એ સ્પર્શ, રસ, ગંધ આદિને જાણવા છતાં તે સ્પર્શાદિ મારામાં આવતા નથી, હું સ્પર્શાબ્દિરૂપે પરિણમતો નથી. મારું જ્ઞાન અને સ્પર્શાદિ ભિન્ન ભિન્ન રહે છે. આમ હોવાથી હું પરમાર્થે સદાય અરૂપી છું. આવો આત્મા જ્યાં સુધી જાણે અને અનુભવે નહિ ત્યાંસુધી જીવ સમ્યગ્દષ્ટિ થતો નથી. સમ્યગ્દર્શન વિનાનાં જે વ્રત અને તપ કરે એ બધાં બાળવ્રત અને બાળતપ એટલે કે મૂર્ખાઈ ભર્યા વ્રત અને તપ છે. વ્રત, તપ, જાત્રા વગેરેના વિકલ્પ તો શુભભાવ છે. આ શેત્રુંજો અને સન્મેદશિખરના ડુંગરે ચઢે અને જાત્રા કરે એ તો પુણ્યભાવ છે, રાગ છે, ધર્મ નહિ, ભાઈ ! અંદર ત્રણલોકનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #236
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
નાથ, અખંડાનંદસ્વરૂપ ચૈતન્યનો ડુંગર છે એમાં જાય તો સાચી જાત્રા છે. એ ધર્મની રીત છે.
પ્રશ્ન:- “સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદનરૂપે પરિણમ્યો હોવા છતાં...” એમ પાઠમાં નિમિત્તે કહ્યું છે ને?
ઉત્તર:- નિમિત્તે કહ્યું છે એની કોણ ના પાડે છે? પણ એનો અર્થ શું? સ્પર્શાદિ નિમિત્ત છે એટલું જ માત્ર. સ્પર્ધાદિ નિમિત્તથી સંવેદન (જ્ઞાન) થાય છે એમ નથી. જ્ઞાનરૂપે પરિણમવાની મૂળશક્તિ તો મારી પોતાની છે. હું સંવેદનરૂપે પરિણમ્યો છું એ મારા શુદ્ધ ઉપાદાનથી છે, નિમિત્તથી નહિ. સ્પર્ધાદિ નિમિત્તથી હું જ્ઞાનરૂપે પરિણમું છું એમ તો નથી પણ સ્પર્ધાદિ નિમિત્તની હયાતી છે તેના કારણે મને જ્ઞાનરૂપ પરિણમન છે એમ પણ નથી. તથા સ્પર્શાદિનું જ્ઞાન થતાં જ્ઞાન સ્પર્ધાદિરૂપ થઈ જાય છે એમ પણ નથી. સંવેદન (જ્ઞાન) તો મને મારાથી થયું છે અને એ મારું છે, સ્પર્શાદિનું નથી તેથી હું પરમાર્થ સદાય અરૂપી છું. કોઈ એમ કહે કે સંસાર અવસ્થામાં જીવ રૂપી છે. કેમકે કર્મ જે રૂપી છે એનો જીવને સંબંધ છે માટે તે રૂપી છે. પણ એ વાત બરાબર નથી. નિમિત્તની અપેક્ષાએ રૂપી કહ્યો છે (ઉપચારથી). ખરેખર તો જીવ સદાય અરૂપી જ છે.
હવે કહે છે-“આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો.' અહીં જ્ઞાની એમ જાણે છે કે સર્વથી ભિન્ન એટલે રાગાદિ અને પરજ્ઞયોથી ભિન્ન એવા નિજ ચૈતન્યસ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. મારી સત્તા પ્રતાપર્વત છે, સ્વતંત્રપણે શોભાયમાન છે. મારા પ્રતાપને કોઈ ખંડિત કરે અને સ્વતંત્રતાની શોભાને કોઈ લૂંટે એવી જગતમાં કોઈ ચીજ નથી. “આ હું પ્રતાપવંત રહ્યો’-એમાં ‘આ’ કહીને આત્મવસ્તુનું પ્રત્યક્ષપણું બતાવ્યું છે. મારા પ્રતાપથી હું સ્વસંવેદનમાં આવ્યો છું, નિમિત્તના પ્રતાપથી કે અન્યથી નહિ.
એમ પ્રતાપવંત વર્તતા મને, જોકે (મારી) બહાર અનેક અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડ સમસ્ત પરદ્રવ્યો સ્કુરાયમાન છે, તો પણ કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતું નથી.' અહાહા ! ધર્મી જીવ એમ જાણે છે કે-હું નિજસ્વરૂપને અનુભવતો થકો સ્વતંત્રપણે શોભાયમાન છું. અને જગતના સમસ્ત પરદ્રવ્યો-પુદ્ગલાદિ પદાર્થો અને રાગાદિ આસ્રવો પોતાના સ્વરૂપની સંપદાથી પ્રગટ છે,
ક્યાત છે. પરંતુ એ સમસ્ત પર દ્રવ્યો-અનંત પુદ્ગલ રજકણો, અનંત આત્માઓ અને રાગાદિ ભાવો મને મારાપણે ભાસતા નથી. પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ એટલે પુદગલનો એક રજકણ કે રાગનો એક અંશ પણ મારો છે એમ મને ભાસતું નથી. જ્ઞાની એમ કહે છે કે-દયા, દાન, વ્રતાદિનો જે વિકલ્પ ઊઠે છે કે વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ છે તે મને મારાપણે ભાસતો નથી. અહાહા ! આને આત્માને જાણો કહેવાય અને આ ધર્મ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #237
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૮ ]
[ ૨૨૫
કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે કે શેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે.” જુઓ, કેવી સ્વરૂપની નિઃશંક્તા અને દઢતા! ધર્માત્મા અપ્રતિતપણે ક્ષાયિકભાવ લેવાના છે એમ દઢતાની વાત કરે છે. કહે છે કે કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતું નથી તો પછી ભાવકપણે કે શેયપણે મારી સાથે એક થઈને તે ફરી મોહ કેમ ઉત્પન્ન કરે? અહાહા! શું દષ્ટિનું જોર ! શું વૈરાગ્ય અને ઉદાસીનતા !! કહે છે-મને હવે પરદ્રવ્ય મારું છે એવો મોહ ઉત્પન્ન થાય એમ છે જ નહિ. હવે ફરીથી મને મોહ અર્થાત્ મિથ્યાત્વ ઉત્પન્ન થશે જ નહિ. શ્રી પ્રવચનસારની ૯૨ મી ગાથામાં પણ આ રીતે જ વાત લીધી છે કે-તે મોહદષ્ટિ આગમકૌશલ્ય અને આત્મજ્ઞાન વડે નાશ પામી છે, તે હવે ફરીને ઉત્પન્ન થવાની જ નથી. અહીં પણ એ જ વાત લીધી છે કે તે મોહ ફરીથી શા માટે ઉત્પન્ન થાય? કારણ કે નિજરસથી જ મોહને મૂળથી ઉખાડીને-ફરી અંકુર ન ઉપજે એવો નાશ કરીને, મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે. મારા જ્ઞાન અને આનંદના રસથી મોહને મૂળથી જ ઉખાડ્યો છે, ફરીથી મોહ ન ઉપજે એવો મોહનો નાશ કર્યો છે.
જાઓ, આ પંચમ આરાના મુનિરાજ! ભગવાન કેવળજ્ઞાનીનો વિરહ હોવા છતાં પણ પોતાના અંતરઅનુભવની વાત કહેતાં એમ ફરમાવે છે કે હું તો જ્ઞાનસ્વરૂપી ભગવાન છું એવો મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે. તેથી રાગ અને પરય મારા છે એવો મોહ હવે ફરી મને ઉપજવાનો નથી, કેમકે એને મેં મૂળથી જ ઉખાડી દીધો છે. આનું નામ આત્મા જાણ્યો અને આ ધર્મ છે.
* ગાથા ૩૮: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
આત્મા અનાદિકાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો. એટલે દર્શનમોહનો ઉદય હતો અને એને તે તરફનું જોડાણ હતું. ચૈતન્યસ્વભાવ પ્રતિ જોડાણ કરવું જોઈએ તે નહિ કરતાં સ્વભાવને છોડીને ભાવક જે મોહકર્મ તેમાં જોડાણ કર્યું તેથી ઉત્પન્ન ભાવ્ય જે મિથ્યાત્વભાવ તેને લઈને તે અનાદિથી અજ્ઞાની હતો. તે શ્રી ગુરુના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો. શ્રી સમયસાર કળશટીકામાં (કળશ ૨૮) આવે છે કે અનાદિથી જીવ મરણતુલ્ય થઈ રહ્યો છે. દયા, દાન, વ્રતના પરિણામથી મને લાભ થાય એમ માનીને જીવે પોતાને મારી નાખ્યો છે, મરણતુલ્ય કરી નાખ્યો છે. તે ભ્રાન્તિ પરમગુરુ શ્રી તીર્થકરનો ઉપદેશ સાંભળતાં મટે છે. શ્રીગુરુ પણ જે તીર્થંકરનો ઉપદેશ છે એ જ કહે છે. અરે ! દયા, દાનના વિકલ્પથી મને લાભ થાય એમ માનીને એણે આ જીવતી જાગતી ચૈતન્યજ્યોત-પોતાના જીવતરની જ્યોતને હણી નાખી છે.
એવો અજ્ઞાની જીવ શ્રી ગુરુના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #238
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
રર૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
પુરુષાર્થ કરતાં કાળલબ્ધિ પાકી ગઈ અને તે જ્ઞાની થયો (સર્વ સમવાય સાથે છે એમ સમજવું), અને પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું કે હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું, દર્શનજ્ઞાનમય છું. અનંતવાર શાસ્ત્રભણતર વડે (વિકલ્પથી) સ્વરૂપને જાણેલું, પણ પરમાર્થથી સ્વરૂપને જાણ્યું નહોતું. અહાહા! સમ્યગ્દર્શન શું ચીજ છે એના મહિમાની લોકોને ખબર નથી. સ્વરૂપને પરમાર્થથી જાણવાથી મોનો સમૂળ નાશ થયો, મૂળમાંથી મિથ્યાત્વનો નાશ થયો. અને ભાવકભાવ અને શેયભાવથી ભેદજ્ઞાન થયું, ભાવકભાવ એટલે શું? કે મોહકર્મ જેના નિમિત્તે જીવમાં રાગ-દ્વેષ-મોહની વિકારી ભાવ્ય અવસ્થા પ્રગટ થાય તે ભાવક. આવા ભાવકભાવથી અને જ્ઞયભાવથી એટલે સમસ્ત પરદ્રવ્યોથી તેને ભેદજ્ઞાન થયું. અર્થાત્ રાગથી અને જ્ઞયથી તે જુદો થયો. જાદો થયો તો શું થયું? કે પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી. અહાહા! ભગવાન અનંત અતીન્દ્રિય આનંદની લક્ષ્મી, અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય શ્રદ્ધા, અતીન્દ્રિય શાન્તિ, આદિ-સ્વરૂપ સંપદા અનુભવમાં આવી. દયા, દાન આદિનો રાગ એ કાંઈ જીવની પોતાની સંપદા નથી, એ તો વિભાવ છે. કોઈને એમ લાગે કે આમાં તો વ્યવહાર ઉડી જાય છે. પણ ભગવાન! વ્યવહાર તો રાગ છે. રાગથી તો જુદો પડયો તો લાભ થયો. જેનાથી જુદું પડવું છે તેનાથી લાભ કેવો? રાગથી ભિન્ન પડતાં સ્વરૂપ સંપદા અનુભવમાં આવી. હવે ફરીને મોહ ઉત્પન્ન કેમ થાય? ન થાય. મોહને જડથી ઉખેડી નાખવાથી હવે ફરી મોહ ઉત્પન્ન ના
થાય.
હવે, એવો આત્માનો અનુભવ થયો તેનો મહિમા કહી પ્રેરણારૂપ કાવ્ય આચાર્ય કહે છે કે આવા જ્ઞાનસ્વરૂપ આત્મામાં સમસ્ત લોક નિમગ્ન થાઓઃ
* કળશ ૩૨ : શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન *
“: Hવાન અવલોક્સિંધુ:” આ જ્ઞાનસમુદ્ર ભગવાન આત્મા વિશ્વમતિપરિણામ ભરે સાપ્તાવ્ય' વિભ્રમરૂપ આડી ચાદરને સમૂળગી ડૂબાડી દઈને (દૂર કરીને) “પ્રોન્મ:' પોતે સર્વાગ પ્રગટ થયો છે. જીવ અધિકારનો આ છેલ્લો કળશ છે. શું કહે છે? કે ભગવાન આત્મા જ્ઞાનસિંધુ છે, પોતે જ્ઞાનસ્વરૂપ જ છે. “આ” શબ્દ દ્વારા એનું પ્રત્યક્ષપણું બતાવ્યું છે.
જેમ પોતાની સામે મોટો સમુદ્ર હોય પણ વચ્ચે ચાર હાથની ચાદર હોય તો સમુદ્ર દેખાતો નથી. તેમ રાગ અને પુણ્યાદિ મારાં છે, એવડું જ મારું અસ્તિત્વ છે એવા મિથ્યાત્વરૂપી પરિણમનની આડ છે ત્યાં સુધી જ્ઞાનસમુદ્ર ભગવાન આત્મા દેખાતો નથી. ચૈતન્યસ્વરૂપથી વિપરીત જે રાગ તે મારો અને એક સમયની પર્યાય તે હું એવી જે પર્યાયબુદ્ધિ હતી તે વિભ્રમ હતો. તે વિભ્રમની ચાદરને ડૂબાડી દીધી, તે વિભ્રમનો વ્યય કરી નાખ્યો ત્યારે પોતે સર્વાગ પ્રગટ થયો.
આત્મા પરમ પરમેશ્વરસ્વરૂપ ચિદાનંદ ભગવાન છે. રાગાદિ મારા છે એવા વિભ્રમનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #239
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૮ ]
[ ૨૨૭
વ્યય કરી, પોતે જ્ઞાનનો સમુદ્ર પર્યાયમાં પ્રગટ થયો. જેવો ભગવાન આત્માનો અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય શાન્તિ અને અતીન્દ્રિય જ્ઞાનનો સ્વભાવ છે, તેનો આશ્રય લેતાં વિભ્રમની ચાદર નાશ થઈ ગઈ, અને પોતે પર્યાયમાં (પ્ર+ન્મન:) વિશેષે ઉછળ્યો. વસ્તુ તો વસ્તુ છે ધ્રુવ. એ કાંઈ પ્રગટ થઈ એમ નથી. પરંતુ ધ્રુવની દૃષ્ટિ થતાં મિથ્યાત્વનો નાશ થયો અને જેવું એનું શુદ્ધ સ્વરૂપ છે એવું પર્યાયમાં વિશેષ ઉછળ્યું અર્થાત્ શાંતિ અને અતીન્દ્રિય આનંદની નિર્મળ દશા પ્રગટ થઈ. અંદર પૂર્ણાનંદનો નાથ ચૈતન્ય ભગવાન જ્ઞાન અને આનંદથી ભરેલો છે. તેની દષ્ટિ થતાં વિભ્રમનો નાશ થયો અને તે પર્યાયમાં ઉછળ્યો, વિશેષ ઉછળ્યો, વિશેષ ઉછળ્યો એટલે ઉત્કૃષ્ટપણે પરિણમ્યો, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયપણે પરિણમ્યો.
અહીં જીવ અધિકાર પૂરો થાય છે ને? જેવું સ્વરૂપ છે તેવું પ્રાપ્ત થતાં અધિકાર પૂરો થાય છે. લખાણમાં પૂરો થાય છે અને ભાવમાંય. તેથી કહે છે “પ્રોન્મન:” સર્વાગ પ્રગટ થયો. અસંખ્ય પ્રદેશે જે પરિપૂર્ણ જ્ઞાન અને આનંદનું કેવળ સ્વરૂપ છે તેમાં દષ્ટિની જમાવટ કરવાથી એ પર્યાયમાં પરિપૂર્ણ પ્રગટ થયું. વ્રત પાળવાથી, દયા, દાન કરવાથી કે ઉપવાસાદિ કરવાથી ભગવાન આત્મા પ્રગટ થયો એમ નથી લીધું. એ તો બધી રાગની ક્રિયા છે. અને રાગથી આત્મા (વીતરાગતા) પ્રગટે એ માન્યતા તો વિભ્રમ છે. એ વિભ્રમને મટાડી આ ચૈતન્યનો દરિયો જે શુદ્ધચેતનાસિંધુ ભગવાન છે એમાં દષ્ટિ નિમગ્ન કરતાં તેમાં અતીન્દ્રિય આનંદની ભરતી સહિત ઉછળ્યો છે.
ચૈતન્યસિંધુ એટલે ચૈતન્યનું પાત્ર. ભગવાન આત્મા ચૈતન્યનું પાત્ર છે, એટલે એ રાગનું પાત્ર નથી. કહ્યું છે ને કે-“શુદ્ધ ચેતનાસિંધુ હમારો રૂપ હૈ.' એ તો શુદ્ધ ચૈતન્યનું પાત્ર છે. આવા ચૈતન્યસિંધુમાં દષ્ટિ કરી તેનો ઉગ્ર આશ્રય કરતાં તે સર્વાગ પ્રગટ થયો છે તેથી હવે “મની સમસ્યા: નોવેરા:” આ સમસ્ત લોક “શોત્તરસે સમમ વ મન્ત' તેના શાન્તરસમાં એકી સાથે જ અત્યંત મગ્ન થાઓ. અહાહા ! આચાર્યદવે સાગમટે નોતરું આપ્યું છે. કહે છે કે આ ચૈતન્યસિંધુ પ્રગટ થયો છે તેથી સમસ્ત લોક એટલે લોકના બધા જીવો તેમાં નિમગ્ન થાઓ. શ્રી અધ્યાત્મ તરંગિણીમાં “ભવ્ય જીવો' લીધા છે. અભવ્ય જીવો આત્મસ્વરૂપ પામી શક્તા નથી એટલે તેમાં ભવ્ય જીવો જ લીધા છે.
અહાહા! શું સંતોની કરુણાની ધારા! કહે છે કે-ભગવાન! તું આનંદનું અને શાન્તરસનું પાત્ર છે. તે પૂર્ણ પ્રભુતાનું ધામ છે. જેમાં પૂર્ણ પ્રભુતા વસેલી છે એવું તું પાત્ર એટલે સ્થાન છે. ત્યાં નજર કરીને એમાં ઠરને પ્રભુ! લોકો બિચારા બહારના ક્રિયાકાંડમાં પડીને અજ્ઞાનમાં જિંદગી કાઢે છે. વ્રત, તપ, ઉપવાસ, ભક્તિ વગેરે ક્રિયાકાંડના વિકલ્પ છે. એ આત્માના સ્વરૂપની ચીજ નથી. છતાં એ ક્રિયાકાંડ પાછળ જીવન વેડફી નાખે છે. તે લોકના પ્રત્યેક જીવને આહ્વાન આપી કહે છે–ભગવાન! તું એકલા જ્ઞાન,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #240
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
આનંદ અને શાન્તિનું ધામ છે. તું એ તારા ધામમાં આવી જા ને. પુણ્ય-પાપના સ્થાનમાંથી ખસી જઈને આ આનંદધામમાં આવી જા.
ભગવાન આત્મા શાન્તરસનો સમુદ્ર ચૈતન્યસિંધુ હવે પ્રગટ થયો છે. તેથી સમસ્ત લોક તેના શાન્તરસમાં એકી સાથે જ અત્યંત મગ્ન થાઓ. આચાર્ય કહે છે કે આ સમસ્ત ભવ્ય જીવો અતીન્દ્રિય આનંદગર્ભિત શાન્તરસમાં એટલે વીતરાગ-૨સમાં એકી સાથે અત્યંત મગ્ન થાઓ. એકી સાથે એટલે એક પછી એક એમ નહિ પણ બધાય સાથે અત્યંત મગ્ન થાઓ-અત્યંત મન્ન થાઓ એટલે એવા મગ્ન થાઓ કે એમાંથી બહાર નીકળવાનું થાય જ નહિ. અહાહા! જુઓ તો ખરા, કેવી રામબાણ વાણી છે! નહિ પામી શકે; થોડાક જ પામશે એવી વાત જ અહીં લીધી નથી. પોતે પામ્યા તો બધાય જીવો પામો, બધાય જીવો શાંતરસ-વીતરાગરસમાં મગ્ન થાઓ એમ મીઠો-મધુર સંદેશ આચાર્યદેવે આપ્યો છે. અભ્યાસ નથી એટલે આકરું લાગે, પણ વસ્તુસ્વરૂપ જ આવું છે. ભગવાન ત્રિલોકનાથ જિનેન્દ્રદેવે આ રીતે જ પૂર્ણદશા પ્રગટ કરી, લોકાલોકને જાણનારું કેવળજ્ઞાન પ્રગટ કર્યું છે. એમણે ઉપદેશ પણ આ જ કર્યો છે.
પ્રશ્નઃ- સમયસાર કળશ (૪) માં આવે છે કે જિનવાણીમાં ૨મવું. જિનવાણી તો બે નયોના આશ્રયે છે?
ઉત્ત૨:- શ્રી સમયસાર કળશ (૪)માં આવે છે કે જિનવાણીમાં રમવું. તેનો અર્થ કોઈ એમ કરે છે કે નિશ્ચય અને વ્યવહારમાં ૨મવું. અરે ભાઈ! એ બેમાં ન ૨માય. કળશટીકામાં તેનો એવો અર્થ કર્યો છે કે-દિવ્યધ્વનિમાં કહી છે ઉપાદેયરૂપ શુદ્ધ જીવવસ્તુ તેમાં સાવધાનપણે રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ કરવી. ભગવાને શુદ્ધ આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ જીવદ્રવ્યને ઉપાદેય કહ્યું છે. આદરવા લાયક તે છે એમ કહ્યું છે. રાગમાં રમવું એમ ત્યાં કહ્યું નથી. એ તો માત્ર જાણવા યોગ્ય કહ્યો છે.
ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણ-પૂર્ણ-પૂર્ણ અનંત ગુણોનું એક પાત્ર છે. અનંત ગુણોથી ભરપૂર ભરેલો તે ભગવાન ઉપાદેય છે–એમ ભગવાનની વાણીમાં આવ્યું છે. તે એક આદરણીય છે, તે એક સ્વીકાર કરવા લાયક છે, તે એક સત્કાર કરવા યોગ્ય છે. પ્રભુ! તું એની પૂજા કર, એની આરતી ઉતાર. તારા નિર્મળ પરિણામની ધારાથી એક એની ભક્તિ કર, એને ભજ.
આચાર્ય કહે છે કે–સમસ્ત લોક આ શાન્તરસમાં અત્યંત અત્યંત મગ્ન થાઓ, એવા મગ્ન થાઓ કે બહાર આવવું પડે નિહ. આ તો જીવ અધિકારની છેલ્લી ગાથા છે ને! કહે છે-શરીરને ન જો, કેમકે એ તો માટી છે, હાડકાનું પિંજર છે. અંદર રાગ છે એને પણ ન જો, કેમકે આત્મા કાંઈ રાગનું પાત્ર-સ્થાન નથી. આત્મા તો શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયંજ્યોતિ સુખધામ’ છે. નિર્મળ પર્યાય પ્રગટ કરીને એ આત્માને જો, એમાં મગ્ન થા. આવો માર્ગ છે! જિનેશ્વરદેવ દિવ્યધ્વનિમાં આ કહેતા હતા અને સંતો
ભગવાનના
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #241
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૮ ]
[ ૨૨૯
આતિયા થઈને એ જ કહે છે. ભાઈ! આ કામ તો પોતે જ કરવાનું છે. પોતે સર્વાંગ પ્રગટ થયો છે એમ કહ્યું છે ને! દેવ-ગુરુ-શાસ્ત્ર આમાં કાંઈ મદદ કરતા નથી, કેમકે જે સ્વભાવ પ્રગટ કરવો છે તેનું પોતે જ પાત્ર છે, સ્થાન છે.
આત્મા અનંત વીતરાગી શાન્તિનો સમુદ્ર છે. આચાર્ય કહે છે કે તેને તું પર્યાયમાં પ્રગટ કર. તું પોતે જ વીતરાગી પરિણતિરૂપ મોક્ષમાર્ગ પ્રગટ કર. વ્યવહારથી કે નિમિત્તથી આ મોક્ષમાર્ગનું કાર્ય થતું નથી. ત્રણ કાળમાં એનાથી ન થાય. ખરેખર તો જે મોક્ષમાર્ગ પ્રગટ થયો એ એની જન્મક્ષણ છે. સ્વભાવનો સમુદ્ર ભગવાન પોતે-એની દૃષ્ટિ-જ્ઞાન કરીને જે ચારિત્ર પ્રગટ કર્યું એ પર્યાયની ઉત્પત્તિની જન્મક્ષણ છે, એને બીજા કશાની અપેક્ષા નથી. વસ્તુના ક્રમબદ્ધ પરિણમનમાં પર્યાયનો જ્યારે આવો ક્રમ છે ત્યારે તે કાળે પોતે જ અર્દાપણું પ્રગટ કરીને દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત થયો છે. વસ્તુની સ્થિતિ જ આવી છે.
હવે કહે છે-કેવો છે શાંતરસ ? ‘ઞોમ્ પુચ્છન્નતિ' સમસ્ત લોકપર્યંત ઉછળી રહ્યો છે. એટલે કે ઉત્કૃષ્ટપણે, પૂર્ણસ્વરૂપપણે ઉછળી રહ્યો છે. અથવા પૂર્ણ લોકાલોકને જાણે એ રીતે ઉછળી રહ્યો છે. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદ આદિ અનંત ગુણથી ભરેલો શાન્તરસનો સમુદ્ર છે. એને ઉપાદેય કરી એમાં એકાગ્ર થતાં વિભ્રમનો નાશ થઈને શક્તિનો જે સંગ્રહ છે તે પર્યાયમાં બહાર આવ્યો છે. પૂનમને દિવસે જેમ દરિયો ભરતીમાં પૂરો ઉછળે છે તેમ આ પૂર્ણવસ્તુ પૂર્ણપણે ઉછળી રહી છે. અહાહા! આચાર્ય કહે છે શાંતરસ જેને ઉત્કૃષ્ટપણે ઉછળી રહ્યો છે એવા ભગવાન આત્મામાં હૈ ભવ્ય જીવો! તમે અત્યંત નિમગ્ન થાઓ જેથી શાંતપણું એટલે ચારિત્રની શાંતિની દશા અને અનંત આનંદરૂપ સુખની દશા-એવી ઉત્કૃષ્ટદશાપણે ભગવાન આત્મા પર્યાયમાં પરિણમી જશે. અહો ! શું વાણી ! શું સમયસાર!
મોક્ષમાર્ગ કે કેવળજ્ઞાનપણે આત્મા પરિણમી જાય એનું નામ જીવનો પૂર્ણ અધિકાર પ્રાપ્ત થયો એમ કહીએ. શુદ્ધપણે પરિણમે એને જ જીવ કહ્યો છે. વસ્તુ તો જીવપણે ( ત્રિકાળ) છે, પણ (શુદ્ધપણે ) પરિણમે ત્યારે તેને જીવ કહેવામાં આવે છે. કા૨ણપ૨માત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે, પણ એનો સ્વીકાર કરે ત્યારે પર્યાયમાં શુદ્ધતા પ્રગટે છે. નિગોદની પર્યાય હો કે સિદ્ધની પર્યાય હો, આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ તો ત્રિકાળ શુદ્ધ એકરૂપ જ છે. પરંતુ હું આવો છું એમ જેને બેસે તેને એવો છે. જેણે આવા નિજસ્વરૂપથી વિમુખ થઈને, રાગને-વિકલ્પને પોતાનો સ્વીકાર્યો છે તેને એ આત્મા છે જ નહિ (કેમકે હું આવો છું એવું એને કયાં દેખાય છે?). છતી ચીજ પણ એને અછતી છે. અછતી જે રાગાદિ ચીજ તે અજ્ઞાનીને છતી દેખાય છે. એ રાગાદિનું લક્ષ છોડીને શાંતરસનું સ્થાન સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન આત્માનું લક્ષ કરી એમાં અત્યંત નિમગ્ન થાઓ જેથી અતીન્દ્રિય આનંદ થશે એમ આચાર્યદેવનો સંદેશ છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #242
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
* કળશ ૩ર : ભાવાર્થ ઉપરનું પ્રવચન * જેમ સમુદ્રની આડું કોઈ આવી જાય ત્યારે જળ નથી દેખાતું અને જ્યારે આડ દૂર થાય ત્યારે જળ પ્રગટ થાય. પ્રગટ થતાં, લોકને પ્રેરણાયોગ્ય થાય કે “આ જળમાં સર્વ લોક સ્નાન કરો.” તેવી રીતે આ આત્મા વિભ્રમથી આચ્છાદિત હતો. એટલે કે દયા, દાન, ભક્તિના જે રાગરૂપ પરિણામ છે તેનાથી મને લાભ (ધર્મ) થશે એવા મિથ્યા ભ્રમમાં હતો. તે રાગની રુચિમાં જ રોકાઈ ગયો હતો. તેથી ભગવાન આત્મા આચ્છાદિત હતો, ઢંકાઈ ગયો હતો, ત્યારે પોતાનું સ્વરૂપ નહોતું દેખાતું. રાગની રુચિની આડમાં આનંદથી ભરેલો ભગવાન દેખાતો ન હતો. બહિર્લક્ષી વૃત્તિઓના પ્રેમમાં જ્ઞાન અને આનંદના જળથી ભરેલો ભગવાન ચૈતન્યસમુદ્ર નહોતો દેખાતો.
હવે વિભ્રમ દૂર થયો. એટલે કે દયા, દાનનો અને ભક્તિનો વિકલ્પ છે તે ગમે તેવો મંદ હો તોપણ રાગ છે, ધર્મ નથી. આત્માના સ્વરૂપની એ (રાગ) ચીજ નથી. એ રાગ બંધનું કારણ છે, હેય છે. આમ વિભ્રમ દૂર થયો ત્યારે જેવું છે તેવું યથાર્થ સ્વરૂપ પ્રગટ થયું. અતીન્દ્રિય આનંદનો નાથ પ્રગટ થયો. સમ્યગ્દર્શન-શાન થયા એટલે આનંદ પ્રગટયો. તેથી હવે તેના વીતરાગવિજ્ઞાનરૂપ શાંતરસમાં એક વખતે સર્વ લોક મગ્ન થાઓ” એમ આચાર્યદવે પ્રેરણા કરી છે. પૂર્ણ આનંદસ્વરૂપ પોતાના ભગવાનનો જ્યાં પૂર્ણ આશ્રય કર્યો ત્યારે પર્યાયમાં પૂર્ણ આનંદ પ્રગટ થયો. ત્યારે કહે છે કે આમાં બંધાય જીવો એક સાથે આવીને સ્નાન કરો અને સંસારનો મેલ ધોઈ નાખે.
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ જુદો છે, ભાઈ ! વ્રત, તપ, ભક્તિ આદિથી ધર્મ મનાવવો એ તો રાગથી ધર્મ મનાવવો છે. પણ એ જૈનધર્મ નથી, એ તો અજૈનનો માર્ગ છે. પરની દયા પાળવાનો ભાવ છે એ રાગ છે. શ્રી પુરુષાર્થસિદ્ધયુપાયમાં આચાર્ય અમૃતચંદ્રસ્વામીએ રાગને આત્માની હિંસાનો ભાવ કહ્યો છે. સાંભળ, પ્રભુ! (સાચું તત્ત્વ) તેં સાંભળ્યું નથી. આ પૂર્ણાનંદનો નાથ જીવતી ચૈતન્યજ્યોત છે. એવો આત્માને યથાર્થ માનવો તે (નિજ) આત્માની દયા છે. તેને (આત્માને) ઓછો, અધિક કે વિપરીત માનવો તે આત્માની હિંસા છે.
શ્રી કુંદકુંદાચાર્યદવ અને શ્રી અમૃતચંદ્રાચાર્યદવ તો પરમેષ્ઠી હતા. તેઓ વીતરાગશાંતરસમાં નિમગ્ન હતા, અને પરમ કરુણા કરીને જગતને પણ તેમાં મગ્ન થવાની તેમણે પ્રેરણા આપી છે. એમ કે અમે શાંતરસમાં નિમગ્ન છીએ તો પ્રભુ! તમે એમાં કેમ નિમગ્ન ન હો? પ્રભુ! તમે પણ આત્મા છો ને? દુનિયાના માન-અપમાનને છોડીને ભગવાન નિર્માન આત્માનું અહંપણું સ્થાપિત થતાં વીતરાગ શાંતરસ પ્રગટે છે. એ શાંતરસમાં સૌ નિમગ્ન થાઓ એવી આચાર્યે પ્રેરણા કરી છે.
અથવા એવો પણ અર્થ થાય કે જ્યારે આત્માનું અજ્ઞાન દૂર થાય ત્યારે કેવળજ્ઞાન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #243
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૮ ]
[ ૨૩૧
પ્રગટ થાય અને કેવળજ્ઞાન પ્રગટ થતાં સમસ્ત લોકમાં રહેલા પદાર્થો એકી વખતે જ જ્ઞાનમાં આવી ઝળકે છે તેને સર્વ લોક દેખો. મિથ્યાત્વ અને અજ્ઞાન જેને નાશ થાય તેને (અલ્પકાળે) કેવળજ્ઞાન પ્રગટ થાય જ. અથવા એવો પણ અર્થ થાય કે અજ્ઞાન એટલે અલ્પજ્ઞપણું દૂર થાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય જ. કેવળજ્ઞાન એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણે છે. સર્વ જીવો અજ્ઞાન દૂર કરી કેવળજ્ઞાનને પ્રાપ્ત થાઓ એવી પ્રેરણા કરી છે.
આ પ્રમાણે જીવ અધિકારની પૂર્ણતા કરતાં જીવનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે દર્શાવ્યું. આ ગ્રંથને અલંકારથી નાટકરૂપે વર્ણવ્યો છે. નાટકમાં પહેલાં રંગભૂમિસ્થળ રચવામાં આવે છે. ત્યાં જનારા નાયક તથા સભા હોય છે અને નૃત્ય (નાટક) કરનારા હોય છે કે જેઓ અનેક સ્વાંગ ધારે છે તથા શૃંગારાદિક આઠ રસનું રૂપ બતાવે છે. નાટકમાં શૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરુણા, વીર, ભયાનક, બીભત્સ અને અદભુત-એમ આઠ રસ હોય છે. તે લૌકિક રસ છે (આ આઠ રસને પણ શ્રી બનારસીદાસે લોકોત્તર સ્વરૂપમાં ઉતાર્યા છે.) નવમો શાંતરસ છે તે અલૌકિક છે. વીતરાગભાવરૂપ શાંતરસ એ આત્માનો અલૌકિક રસ છે. અતીન્દ્રિય આનંદ અને શાન્તિનું બિંબ પ્રભુ આત્મા છે. એ ત્રિકાળી શાંતિનું બિંબ, જિનબિંબ ભગવાન આત્માનો આશ્રય લેતાં પરિણમનમાં જે શાંત-શાંત-શાંત અકષાય ભાવ ઉત્પન્ન થાય છે તેને અહીં શાંતરસ કહે છે. એને શાંતરસ, આનંદરસ, સ્વરૂપરસ, અદ્ભુત રસ એમ અનેક પ્રકારે કહી શકાય છે.
જીવનું વાસ્તવિક સ્વરૂપ જ્ઞાતા-દષ્ટાસ્વભાવી છે. ક્રમબદ્ધપર્યાયના સિદ્ધાંતમાંથી પણ ન્યાયપૂર્વક જીવ જ્ઞાતા-દેણામાત્ર છે એમ સિદ્ધ થાય છે. અહાહા ! જીવની પર્યાય ક્રમબદ્ધ છે. જે સમયે જે પર્યાય થવાની છે તે જ થાય છે–એમ કહીને જીવનો અર્જાસ્વભાવ વર્ણવ્યો છે. જે કાંઈ થાય એનો í જીવ નથી. એટલે એનો અર્થ એ થયો કે જીવ જ્ઞાતાદા છે.
વીતરાગનું કોઈ પણ વચન હો, એનું તાત્પર્ય તો વીતરાગતા જ છે. ક્રમબદ્ધપર્યાયના સિદ્ધાંતનું પણ તાત્પર્ય વીતરાગતા છે. જીવને ક્રમબદ્ધપર્યાયનો જ્યાં નિર્ણય થાય છે ત્યાં તે જ્ઞાતાદષ્ટા થઈ જાય છે. પોતે જ્ઞાતાદ્રષ્ટા થતાં શાસ્ત્રનું તાત્પર્ય જે વીતરાગતા તે એને પ્રગટ થાય છે. એ વીતરાગતા પોતાના ત્રિકાળી દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય છે. એટલે ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં પણ જ્ઞાતાનો નિર્ણય થવો એ મૂળ રહસ્યની વાત છે.
આ ગ્રંથને અલંકારથી નાટકરૂપે વર્ણવ્યો છે. ત્યાં જોનારાં સમ્યગ્દષ્ટિ પુરુષ છે તેમ જ બીજા મિથ્યાદષ્ટિ પુરુષોની સભા છે. સમ્યગ્દષ્ટિ છે એ તો જ્ઞાતા-દષ્ટા છે. સ્વાંગ અનેક પ્રકારના આવે પણ જોનારા સમ્યગ્દષ્ટિ તેને જ્ઞાતા-દષ્ટા થઈને દેખે છે. અજીવનું રંગસ્થળ આવે કે ક્નકર્મનું, -એ બધાને તે પોતે જાણનાર-દેખનાર છે એવા ભાવે જાણે છે. સમ્યગ્દષ્ટિ ગમે તે પ્રકારના સ્વાંગમાં હો-આસવ, બંધ, ક્નકર્મ ઇત્યાદિ ગમે તે સ્વાંગમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #244
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
હો, પણ તે પ્રત્યેક સ્વાંગને માત્ર જ્ઞાતા-દષ્ટાપણે જાણે જ છે. બંધના સ્વાંગને પણ માત્ર જાણે અને મોક્ષના સ્વાંગને પણ માત્ર જાણે છે. રાગાદિનો ભાવ હોય તેનો પણ સમ્યગ્દષ્ટિ જ્ઞાતા જ છે. એ જ્ઞાતા છે તે જ ખરેખર જ્ઞાયક છે.
સમ્યગ્દષ્ટિ વાસ્તવિક સ્વાંગના જોનારા છે અને જે મિથ્યાદષ્ટિઓની સભા છે તેને પણ યથાર્થ સ્વરૂપ બતાવે છે. નૃત્ય કરનારા અર્થાત્ બદલનારા-પરિણમનારા જીવઅજીવ દ્રવ્યો છે. તે બન્ને એકરૂપ લઈને પ્રવેશ કરે છે. જીવ દ્રવ્ય રાગ અને શરીરની સાથે એક છે એવા સ્વાંગ આવે છે, વળી જીવ ર્કા અને ૫૨ એનું કાર્ય, જીવ ર્ડા અને રાગ એનું કાર્ય એવા (કિર્મના ) સ્વાંગ પણ આવે છે. ત્યાં સમ્યગ્દષ્ટિ જીવ-અજીવના અને સ્વભાવ-વિભાવના ભિન્ન ભિન્ન સ્વરૂપને યથાર્થ જાણે છે. સમ્યગ્દષ્ટિને પણ રાગ આવે, પણ તે રાગને પોતાથી ભિન્ન જાણે છે. તે તો આ સર્વ સ્વાંગોને કર્મકૃત જાણી શાંતરસમાં જ મગ્ન રહે છે, રાગાદિ-દયા, દાન અને કામ, ક્રોધ ઇત્યાદિ જે વિકલ્પો આવે તે બધા કર્મકૃત સ્વાંગ છે, મારા પોતાના સ્વાંગ નથી. હું તો એક માત્ર જ્ઞાયકસ્વરૂપ છું એમ અંતરએકાગ્રતા કરી તે શાંતરસમાં લીન રહે છે. અહાહા! ભગવાન આત્મા આનંદ અને શાંતરસનો પિંડ પ્રભુ એકલો જ્ઞાયક છે. તેનું જેને અનુભવમાં સમ્યક્ ભાન થયું તે જીવ રાગાદિ કે શરીરાદિના સંયોગને પોતાથી ભિન્ન જાણે છે અને આત્માના આનંદના રસમાં નિમગ્ન થાય છે.
અને મિથ્યાદષ્ટિ જીવો જીવ-અજીવનો ભેદ જાણતા નથી. એ તો આ રાગ મારો, શરીર્દિ મારાં એમ રાગ અને શરીરાદિ સાથે એકપણું કરી જાણે છે. રાગને તો ભાવકભાવ કહ્યો છે. ભાવક એટલે કર્મ. રાગ કર્મના નિમિત્તે થનારો ભાવ છે માટે તેને ભાવકભાવ કહ્યો છે. એ કાંઈ સ્વભાવભાવ નથી. (જીવની) પર્યાયમાં થાય છે તોપણ એ સ્વભાવભાવ નથી. રાગાદિ જે નિશ્ચયથી અજીવ છે તેને પોતાના માનીને અજ્ઞાની એમાં જ લીન થઈ જાય છે અને અશાંતભાવને સેવે છે. શરીર, રાગ, પુણ્ય, પાપ ઇત્યાદિ સ્વાંગ છે તે અજીવ છે. ખરેખર એ ભગવાન આત્માના સાચા પહેરવેશ-ભેખ નથી. છતાં અજ્ઞાની એ સર્વ સ્વાંગને પોતાના સ્વરૂપમય સાચા જાણી તેમાં તલ્લીન થાય છે અને આકુળતા વેદે છે.
ધર્મ એ બહુ ઝીણી ચીજ છે, ભાઈ! આત્મા જ્ઞાયકસ્વરૂપ છે એવું જ્યાં ભાન થયું ત્યાં જીવને પર્યાયમાં રાગાદિનો સંયોગ આવે, અજીવનો સંયોગ થાય, ચક્રવર્તી આદિ પદનો સંયોગ આવે તોપણ એ સર્વને પોતાના જ્ઞાનસ્વભાવમાં અર્થાત્ શાંતરસસ્વરૂપ ભગવાન આત્મામાં સ્થિત રહીને (ભિન્ન) જાણે છે. અહો! વસ્તુ આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ ઇત્યાદિ ગુણોનો પિંડ છે. તેને જેણે નિજ સ્વરૂપપણે અનુભવ્યો છે તે ધર્માત્મા શાંતરસમાં નિમગ્ન રહીને ૫૨ને (૫૨૫ણે) માત્ર જાણે છે. અજ્ઞાની તેને (૫૨ને ) પોતાના માનીને આકુળતામય અશાંતભાવમાં રહે છે.
તેમને ( અજ્ઞાનીઓને ) સમ્યગ્દષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી, તેમનો ભ્રમ મટાડી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #245
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૮ ]
[ ૨૩૩
સમ્યગ્દષ્ટિ બનાવે છે. સમ્યગ્દષ્ટિ અજ્ઞાનીને અંતરની વાત સમજાવે છે કે ભાઈ ! આ રાગાદિ અને શરીરાદિ છે એ તો બાહ્ય સ્વાંગ છે, તારી ચીજ નથી. એ તારામાં નથી અને તું એમાં નથી. રાગ, પુણ્ય અને શરીર એ જીવના અધિકારમાં નથી. જીવના અધિકારમાં તો જ્ઞાન, દર્શન, વીર્ય, આનંદ, શાન્તિ ઇત્યાદિ છે. ભગવાન! તું તો જ્ઞાયકસ્વભાવી ત્રિકાળ અખંડ એકરૂપ વસ્તુ છે. તારી પર્યાયમાં પણ જ્ઞાન અને આનંદનો રસ આવે એવું તારું સ્વરૂપ છે. તેથી રાગાદિનું લક્ષ છોડી અંતરમાં એકાગ્ર થા. તેથી શાંતરસ પ્રગટ થશે, અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત થશે.
રાગથી ભિન્ન આત્મા ચિદાનંદઘન પ્રભુ અતીન્દ્રિય આનંદનો નાથ છે એમ સમકિતી મિથ્યાદષ્ટિ જીવને બતાવે છે. ત્યાં એમ જાણનાર પોતે આનંદના નાથમાં સમાઈ જાય છે. રાગથી ખસીને નિરાકુળ આનંદ અને શાન્તિને પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણી, ભ્રમ મટાડી, શાંતરસમાં લીન થઈ અજ્ઞાની સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય છે. તેની સૂચનારૂપે રંગભૂમિના અંતમાં આચાર્ય “મન્નન્ત' ઇત્યાદિ આ શ્લોક રચ્યો છે. તે, હવે જીવ-અજીવનો સ્વાંગ વર્ણવશે તેની સૂચનારૂપે છે એવો આશય સૂચિત થાય છે. આ પ્રમાણે અહીં સુધી રંગભૂમિનું વર્ણન થયું.
નૃત્ય કુતૂહલ તત્ત્વકો, મરિયવિ દેખો ધાય; નિજાનંદ રસમેં છકો, આન સબૈ છિટકાય.”
મરીને પણ-મહાકષ્ટ પણ (ઉગ્ર પુરુષાર્થ કરીને) તમે તત્ત્વને દેખો. સર્વજ્ઞ પરમેશ્વર ભગવાન જિનેશ્વરદેવે જેવો કહ્યો છે તેવા નિજ જ્ઞાનાનંદસ્વરૂપી આત્મામાં ઠરો. કહે છે કે ભાઈ ! તું રાગના રસને છોડી દે. રાગને અને રાગના રસને મારી નાખ. તું આ જીવતા જીવને જીવતો જો. ( રાગથી જીવની હિંસા થાય છે ). ચૈતન્યજીવન વડે જીવતા ભગવાન આત્માને જાણીને રાગથી નિવૃત્ત થા. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ ભાવ આકુળતા અને દુઃખ છે. તેમાં તને જે રસ આવે છે તે છોડી દે. શાન્તરસનો સમુદ્ર ભગવાન આત્મા છે. તેમાં નિમગ્ન થઈ શાંતરસને પ્રાપ્ત થા. આત્માના આનંદના રસમાં છકી જા, અત્યંત લીન થઈ જા. સમકિતી, સંતો અને સર્વે ભગવંતો આનંદરસસમુદ્ર એક ભગવાન આત્માને બતાવે છે. તેથી બીજું બધુય છોડી એક નિજાનંદરસમાં અત્યંત લીન થાઓ.
આ પ્રમાણે જીવ-અજીવ અધિકારમાં પૂર્વરંગ સમાપ્ત થયો.
[ પ્રવચન નં. ૮૪, ૮૫, ૮૬, ૮૭
*
દિનાંક રર-ર-૭૬ થી ૬-૬-૭૬ ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #246
--------------------------------------------------------------------------
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates CHANGES MADE TO THIS DOCUMENT COMPARED TO THE PAPER VERSION WITH EXPLANATION Shastra | Page- Content Line સમયસાર | 63-5 | વવદરખો ભાદ્રિ નીવો વેરો ય વરિ તુ છો 63-6 | ण दु णिच्छयस्स जीवो देहो य कदा वि एक्कट्ठो।। 27 / / પ્રવચન | ૧૦૫-પ | વવહારયો ભાવિ નીવો વેદો ય વરિ તુ રૂછો. રત્નાકર | 105-6 | 3 ળિયસ નીવો વેદો સ વાવિ ઇકો ર૭T સમયસાર | 79-23 |[ શ્રશ્ચન નાસ્તિ નાસ્તિ] કાંઈ પણ લાગતાવળગતો નથી અર્થાત્ એને અને મારે કાંઈ પણ નાતો નથી. પ્રવચન 189-31 |[ ન નાસ્તિ નાસ્તિ] કાંઈ પણ લાગતાવળગતો નથી રત્નાકર | અર્થાત્ એને અને મારે કાંઈ પણ નાતો નથી. સમયસાર | 81-6 | કૃતિ સતિ સદ સર્વાન્યમાર્વિવેછે પ્રવચન 2OO-4 | રૂતિ સતિ સદ સવર્ન્યમાર્વિવેછે રત્નાકર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com