Page #1
--------------------------------------------------------------------------
________________
પ્રાધ્યો પૂરી શા
આચાર્ય યશોવિજયસૂરિ
Page #2
--------------------------------------------------------------------------
________________
આ. કારસૂરિજ્ઞાનમંદિર ગ્રંથાવલી - ૫૨
પ્રગટ્યો પૂરત રાગ
આચાર્ય યશોવિજયસૂરિ
: સૌજન્ય : પુલિનભાઇ રાજેન્દ્રભાઈ શાહ (ગિરનાર સેવક)
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રથમ આવૃત્તિ ઃ જુલાઈ ૨૦૧૦
નકલ : ૨૦00
મૂલ્ય : ૮૦-૦૦
પ્રાપ્તિસ્થાન
સેવંતીલાલ એ. મહેતા ૪-ડી, સિદ્ધગિરિ એપાર્ટમેન્ટ, અઠવાલાઇન્સ, સુરત. ફોન : ૨૬૬૭૫૧૧ મો. ૯૮૨૪૧ પ૨૭૨૭ E-Mail : omkarsuri@rediffmail.com.
mehta_sevantilal@yahoo.co.in
ધીરૂભાઇ વડેચા ૧૦૧, શ્રીભુવન, પહેલે માળે, ૨૮૯, એસ.વી.પી. રોડ, મુંબઈ-૪ ફોન : મો. ૯૩૨૩૧૭૬૩૧૫, ૨૩૬૧૦૭૯૧, ૨૩૮૭૬૩૧૫, આચાર્ય શ્રી કારસૂરિ આરાધના ભવન વાવ પંથક વાડી, દશાપોરવાડ સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. સુરેશભાઈ કે. મહેતા, ફોન : ૯૪૨૯૩ ૨૫૯૫૩, ૨૬૫૮૭૦૫૩ સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. વિજયભદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ હાઇવે, ભીલડીયાજી, (બ.કાંઠા)-ગુજરાત.
ફોન : (૦૨૭૪૪) ૨૩૩૧૨૯ તસ્વીર : રક્ષાબેન ભટ્ટ - ભાવનગર મો. ૯૯૭૯૮૬૫૬૮૬ મુદ્રક : કિરીટ ગ્રાફીક્સ, ૨૦૯, આનંદ શોપીંગ સેન્ટર, રતનપોળ,
અમદાવાદ-૧. ફોન : ૨૫૩૫૨૬૦૨
Page #4
--------------------------------------------------------------------------
________________
: તારક છાયા :
ગિરનારતીર્થાધિપતિ પરમ તારક નેમિનાથ ભગવાન
અજાહરાતીર્થાધિપતિ પરમ તારક અજાહરા પાર્શ્વનાથ ભગવાન
: દિવ્ય આશિષ
પૂજ્યપાદ, વચનસિદ્ધ યુગપુરુષ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા
પૂજ્યપાદ, નિઃસ્પૃહ શિરોમણિ મુનિપ્રવર શ્રી વિનયવિજયજી મહારાજા પૂજ્યપાદ, ભક્તિયોગાચાર્ય, સંયમૈકદષ્ટિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજા
પૂજ્યપાદ, વિર્ય મુનિપ્રવર શ્રી જનકવિજયજી મહારાજા પૂજ્યપાદ, સંયમૈકનિષ્ઠ મુનિપ્રવર શ્રી હ્રીંકારવિજયજી મહારાજા પૂજ્યપાદ, તપસ્વિરત્ન મુનિપ્રવર શ્રી વિલાસવિજયજી મહારાજા
પૂજ્યપાદ, શાસનધુરીણ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ૐકારસૂરીશ્વરજી મહારાજા પૂજ્યપાદ, વર્ધમાનતપોનિધિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજા પૂજ્યપાદ, આગમપ્રજ્ઞ શ્રુતસ્થવિર પ્રવર્તક મુનિપ્રવ૨ શ્રી જંબૂવિજયજી મહારાજા પૂજ્યપાદ, આરાધનારત મુનિરાજશ્રી જિનચન્દ્રવિજયજી મહારાજ સાહેબ
: આશિષ :
પૂજ્યપાદ, પ્રશાન્તમૂર્તિ આચાર્ય ભગવન્ત શ્રીમદ્ વિજય અરવિન્દ્રસૂરીશ્વરજી મહારાજા
: સમર્પણ :
પૂ. સાધ્વીજી કલ્પલતાશ્રીજી મહારાજ (માતુશ્રી મહારાજ)
Page #5
--------------------------------------------------------------------------
________________
પૂજ્યપાદ સંઘસ્થવિર દાદા ગુરુદેવ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા (પૂજ્ય બાપજી મહારાજ સાહેબ)ને દિવ્ય આશીર્વાદ પૂર્વક, અધ્યાત્મરતા સાધ્વીજી પઘલતાશ્રીજી મહારાજ સાહેબની પ્રેરણા વડે પ્રકાશિત પુસ્તક પ્રગટ્યો પૂરન રાગ..”
: સૌજન્ય : પુલિનભાઈ રાજેન્દ્રભાઈ શાહ (ગિરનાર મહાતીર્થના ભક્ત)
Page #6
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
૧ યોગ ભક્તિ, રાગ ભક્તિ, તત્ત્વ ભક્તિ ૨ પ્રબળ ઝંખનાથી સ્વરૂપ પ્રાપ્તિ સુધી ૩ અભેદાનુભૂતિ ૪ તુમ મિટો તો મિલના હોય ! ૫ “વર્ષ-બુન્દ સમુન્દ સમાની.” ૬ “તમે આભ છો અમિત' ૭ તન્મયતા ૮ પરમાત્માનું અદ્ભુત સ્વરૂપ ૯ નકશો મઝાનો, યાત્રા આનન્દદાયિની ૧૦ પ્રગટ્યો પૂરન રાગ...” (પરિશિષ્ટ)
e
Page #7
--------------------------------------------------------------------------
________________
એ
તો
Page #8
--------------------------------------------------------------------------
________________
યોગ ભક્તિ, રાગ ભક્તિ, તત્ત્વ ભક્તિ
Page #9
--------------------------------------------------------------------------
________________
સ્તવનાની પૃષ્ઠભૂ - યોગ ભક્તિ, રાગ ભક્તિ, તત્ત્વ ભક્તિ
“સમાધિશતક' ગ્રન્થની એક મનભાવન કડી યાદ આવે : પર-પદ આતમ દ્રવ્યકું, કહન સુનન કછુ નાંહિ; ચિદાનન્દઘન ખેલહી, નિજ-પદ તો નિજ માંહિ.
આત્માને - ચૈતન્ય તત્ત્વને તમે શબ્દોમાં શી રીતે મૂકી શકો? હા, તમે એને અનુભવી શકો.
કેવી હોય છે એ અવસ્થા, જ્યાં માત્ર હોવાપણું એના પૂર્ણ વૈભવમાં પ્રગટેલું હોય છે ! કવિ રાજેન્દ્ર શુક્લની કાવ્યપંક્તિઓ ગુનગુનાવવી ગમે :
શબ્દનું પાકી જઈ ખરવું હવે; બોલવું ના, માત્ર મર્મરવું હવે... હોય છે તે હોય છે, બસ, હોય છે; ધારણાને કૈ જ ના ધરવું હવે.... રીત ખોટી કાં રકમ ખોટી હશે, મૂકને પડતું ગણ્યા કરવું હવે. શ્વાસની સાથે બધુંય સ્તબ્ધ છે, ક્યાંથી લાવું તુચ્છ તરવરવું હવે... ક્યાં જવું ક્યાં આવવું કાયમ કહો, હોઈએ એ ઠામ બસ કરવું હવે...
Page #10
--------------------------------------------------------------------------
________________
હોવાપણું. પોતાની ભીતર, આનન્દપૂર્ણ રીતે રહેવાપણું. ‘ચિદાનન્દઘન ખેલહી, નિજપદ તો નિજ માંહિ.” ચિત્ (જ્ઞાન) અને આનન્દથી ભરપૂર ચૈતન્ય તો પોતાની ભીતર જ ખેલશે. ઉપનિષો પ્યારો શબ્દ યાદ આવે : “નાત્મક્કીટ:'.
છાન્દોગ્ય ઉપનિષદે પોતાના સામ્રાજ્યને હાથવગું કરવા જે ત્રણ ચરણો આપ્યાં; તેમાં માત્મી: વચલું ચરણ છે. સૂત્ર આ રીતે આવ્યું છે : “બાત્મતિઃ માત્મશ્રી: માત્માનન્દ સ્વરા, આત્મભાવમાં રતિ, આત્મભાવમાં ક્રીડા અને આત્મભાવમાં આનન્દ : પોતાનું સામ્રાજ્ય પોતાના હાથમાં.
રતિ, ક્રીડા કે આનન્દ; તમારી ભીતર જ તમારે ઠરવાનું છે. અહીં કંઈ જ કરવાનું નથી, હોવાનું છે. “નિજપદ તો નિજ માંહિ.” નરસિંહ મહેતાની અભિવ્યક્તિ હૃદયંગમ છે : “બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.”
પરનું કર્તાપણું છૂટું, સ્વમાં હોવાપણું મળ્યું. એક ડૂબકી પોતાની ભીતર. અને આ શો ચમત્કાર ! આત્મભાવ સત્ય, પરભાવ મિથ્યા; આ સૂત્ર અનુભૂતિના સ્તરે ઊગે છે.
“આતમજ્ઞાને મગન જો, સો સબ પુદ્ગલ ખેલ; ઇન્દ્રજાલ કરી લેખવે, મિલે ન તિહાં મનમેલ.”
સાધક પૂછશે : શરૂઆત ક્યાંથી કરવી ? “નિજપદ તો નિજ માંહિ', બરોબર; પણ પોતાના એ ઘરમાં જવું શી રીતે ?
સદ્ગુરુ માર્ગ ચીંધશે. સંત રવિદાસજી કહે છે : “ઘર મેં ઘર દિખલાઈ દે, વો સદ્ગુરુ હમાર....” એ ઘરની ભાળ મળી ગઈ, પછી..? પછી કાયાના ઘરમાં રહેવાનું થશે, પણ સાક્ષીરૂપે. યાદ આવે પૂજ્ય આનન્દઘનજી મહારાજ !
કાયાદિકનો હો સાખીધર રહ્યો.”
પ્રગટ્યો પૂરન રાગ
Page #11
--------------------------------------------------------------------------
________________
મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજ “સમાધિશતક'માં ભીતરના ઘરમાં જવાની વિધિ બતાવે છે : “આતમજ્ઞાને મન ધરે, વચન-કાય-રતિ છોડ; તો પ્રગટે શુભ વાસના, ગુણ અનુભવકી જોડ.”
શુભની તળેટી અને શુદ્ધનું શિખર. સાધક પાસે છે દ્વન્દ્રઃ શુભ અને શુદ્ધનું. યા તો એ શુભ ભાવનામાં હોય, યા શુદ્ધમાં-સ્વગુણાનુભૂતિમાં.
એ માટે પહેલું ચરણ : “આતમજ્ઞાને મન ધરે.' આત્મજ્ઞાનમાં - આત્મગુણોમાં - પ્રભુગુણોમાં મનને જોડવું. બીજું ચરણ : “વચન-કાયરતિ છોડ.” વચનરતિ અને કાયરતિ છૂટી જાય. હા, વચનાન અને કાયાનન્દ રહી શકે.
કાયાનન્દ.
પૂજ્ય રામવિજય મહારાજ યાદ આવે : “સુણતાં જનમુખ પ્રભુની વાત, હરખે મારા સાતે ધાત....' લોહી, માંસ, ચરબી અને હાડકાં સુધીની સુખાનુભૂતિ... પ્રભુની કથા સાંભળતાં. કેવો આ ભગવન્મેમ ! કાયાના સ્તર પરનો આનન્દ.
મધુરાધિપતેરખિલં મધુરમની અનુભૂતિ અહીં થાય છે. પરમાત્માનું બધું જ મધુર, મધુર ભક્તને લાગે છે.
रूपं मधुरम्, वदनं मधुरम्, વવાં મધુરમ્ વતનું પુર.... માધુર્યના અધિપતિનું બધું જ મધુર !
મન-ધૈર્ય, વચનાનન્દ, કાયાનન્દ. મન, વચન, કાયા પ્રભુને સમર્પિત થાય.
વિચારોનાં તાણાવાણાં પ્રભુને સ્પર્શતાં હોય અને વચન પણ એના સન્દર્ભમાં જ જતું હોય અને કાયાના સ્તર પર પણ ભક્તિનો જ રંગ હોય.
પ્રગટ્યો પૂરન રાગ
Page #12
--------------------------------------------------------------------------
________________
ભક્તહૃદયના ઉદ્ગારો સાંભળીએ ત્યારે એ ઉદ્ગારોની પાછળ રહેલા ભીના ભીના હૃદયનો પરિચય થઈ રહે.
એક હૃદયંગમ સ્તવના પૂ. અમૃતવિજય મહારાજની આ સન્દર્ભમાં માણવા જેવી છે;
ઉપાડ જ કેટલો મધુર છે ! : ‘તું ગત મેરી જાને હો જિનજી !”
પ્રભુ ! તારી લીલા તો તું જ જાણી શકે; પરંતુ મારી બધી જ ગતિવિધિ તારી સામે ખુલ્લી છે.
મહોપાધ્યાય યશોવિજય મહારાજે પરમતારક શ્રી શાન્તિનાથ પ્રભુના સ્તવનને છેડે જે ટાંક્યું છે, તે અહીં યાદ આવે છે :
‘દેખી રે અદ્ભુત તાહરું રૂપ, - અચરિજ ભવિક અરૂપી પદ વરેજી; તાહરી ગત તું જાણે હો દેવ, સમરણ ભજન તે વાચક જશ કરેજી...”
પ્રભુ ! તારું અદ્ભુત રૂપ જોઈને ભાવકો અરૂપી પદને પામે છે. વાહ ! કેવી અકળ તારી આ લીલા ! પણ પ્રભુ ! તારી લીલા તું જાણે, હું તો તારું સ્મરણ અને ભજન કર્યા કરીશ.
‘તું ગત મેરી જાને હો જિનજી !
પ્રભુ ! તમે મારી ગતિવિધિ જાણો છો. “મેં જગવાસી સહી દુઃખરાશિ, સો તો તુમસે ન છાને...' જગવાસી, માટે જ પીડિત; આપ આ જાણો છો.
સરસ સૂત્ર આવ્યું : જગવાસી, દુઃખવાસી... હા, સાધક આમાં અપવાદરૂપ છે. એ બહારથી જગતવાસી છે, પણ ભીતરથી પ્રભવાસી
પ્રગટ્યો પૂરન રાગ
Page #13
--------------------------------------------------------------------------
________________
છે. ઇંગિત ભક્તહૃદયનું આ છે : પ્રભુ ! મને એવો તમારામાં લીન કરી દો કે હું દુઃખથી સહેજ પણ સ્પર્શાયેલ ન હોઉં.
બહાર ભટકતા મારા મનને, પ્રભુ તમારામાં - તમારા ગુણોમાં સ્થિર કરી દો.
યા તો મારા બહાર ભટકતા મનને તમે લઈ લો, ભગવાન ! અથવા તો મારા હૃદયમાં આપ આવી જાવ, જેથી એ મનનો પ્રભાવ રહે જ નહિ.
મને ખ્યાલ છે, પ્રભુ ! કે તમે મારા મનને છૂ કરવા કેટકેટલું કર્યું છે ! તમારું રૂપ મનોહર. મનને હરી લે તેવું... રૂપની છેલ્લી સરહદ તમે. મન એમાં ડૂબી જાય તો એ બહાર ક્યાંય જઈ જ ન શકે.
સદ્ગુરુને પણ આપે મોકલ્યા, મારા મનને છીનવવા માટે.
શ્રીકૃષ્ણ અને અર્જુન ભારતીય પરંપરાના ગુરુ-શિષ્યભાવના શ્રેષ્ઠ પ્રતીકો. શ્રીકૃષ્ણ : મનને ખેંચી લે તે કૃષ્ણ. પણ ખાટલે મોટી ખોટ મારી બાજુ રહી. હું અર્જુન ન બની શક્યો. ઋજુ-ઋજુ, સરળ હોય તે અર્જુન. મારી સરળતા શરણાગતિ સુધી લંબાય, સમર્પિતતામાં પરિણમે તો ગુરુ કૃષ્ણ બની જ રહે.
તમે તો પ્રભુ ! બેઉ રીતે તૈયાર છો. મારા મનને લઈ લેવા માટે પણ. મારા હૃદયમાં આવવા માટે પણ.
આપ અખિલ બ્રહ્માંડેશ્વર. હું તો સાવ નાનકડો માણસ. અને તોય આપ મારા હૃદયાંગણે આવવા તૈયાર !
પણ ત્યાંય ત્રુટિ મારી છે. હું હૃદયનું સિંહાસન ખાલી નથી કરતો... જરૂર, અયોગ્ય છું, પણ તારું જ બાળ છુંને,
પ્રગટ્યો પૂરવ રાગ
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રભુ !
તો, તું આવી જજે, પ્રભુ ! જગતવાસી હું નહિ રહી જાઉં, પ્રભુવાસી મારે બનવું છે.
સબ લોકન મેં તેરી સત્તા, દેખત દરિસન જ્ઞાને..” પૂરા લોકમાં છે તારી સત્તા. તું કેવળજ્ઞાન અને કેવળદર્શન વડે બધું જ જાણે છે, જુએ
તો, તું પ્રભુ મારા ભાવોનેય જાણે જ છેને ! તારા વિનાની મારી છટપટાહટ, વિરહાકુળતા તને દેખાય છેને, પ્રભુ ?
તો પછી, તું કેમ મને તારી સમીપે નથી લઈ જતો ?
સહેજ વિતૃષ્ણાનો ભાવ ભક્તના હૃદયમાં આવે છે. એને સહેજ ખોટું લાગે છે. હું પ્રભુને “મારા દેવ, મારા દેવ..' તરીકે સમજું છું; એમની બાજુએ ભક્તનો એ રીતે સ્વીકાર છે ખરો ?
“ઇન કારણ કહા તુમસે કહેવો, કહીએ તો ન સુણો કાને....... તમે બધું જાણો છો, છતાં મારી વિરહાકુળતાને શમાવવા કશું કરતા નથી; તો તમને કહેવાનો અર્થ શો ? અને કદાચ કહીશું તોય તમે ધ્યાન દઈને ક્યાં સાંભળો છો ?
10
ભક્તહૃદયની કોમળતા હવે ધ્વનિત થાય છે. લાગે છે કે પ્રભુની તો અકારણ કૃપા વરસતી જ આવી છે, વરસતી જ આવી છે; પોતે એને ઝીલી શક્યો નથી... કચાશ પોતાના પક્ષે છે.
“અપનો હી જાન નિવાજ કીજે, દેઈ સમકિત દાને; માનો અજિત પ્રભુ ! અરજી એ ઈતની, યે અમૃત મન માને.....”
પ્રગટ્યો પૂરન રાગ
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જેવો તેવો પણ હું તમારો જ છુંને ! મને પ્રભુ ! તમે સમ્યગ્દર્શન આપજો. જેથી મારું મન શાન્ત થાય. મને લાગે કે મારા નાથ મારા કરતાંય વધુ તીવ્રતાથી મને ચાહી રહ્યા છે.
વિચારો પ્રભુ સાથે જોડાયેલા. વાણી પ્રભુ સાથે સંબદ્ધ, કાયા પણ પ્રભુ સાથે સંલગ્ન.
એવી કાયામાં પ્રભુ અવતરે. પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજ આ જ સન્દર્ભમાં સાધકની કાયાને ધર્મકાયા કહે છે.
સંત કબીરે કહ્યું : ‘બુંદ સમાના સમુંદ મેં.’ મનને પ્રભુમાં લીન કરી દેવું. પ્રભુગુણોમાં ડુબાડી દેવું. પછી શું થાય છે ? ‘સમુંદ સમાના બુંદ મેં....' એ સાધકની નાનકડી કાયામાં, મનમાં, પરમ ચેતનાનું અવતરણ થઈ રહે.
વચનતિ. વચનાનન્દ.
તમે કંઈક બોલ્યા. કો'કે કહ્યું : તમે બહુ જ સરસ બોલ્યા. તમારી ભીતર અહંકારનો લય પ્રસરે. આ થઈ વચનતિ. પોતાના વચન પરનો
રાગ.
યુવા પ્રવચનકાંરોએ એકવાર મને પૂછેલું : તમારી દૃષ્ટિએ સફળ પ્રવચનકાર કોણ ? મેં કહેલું : પોતાના દ્વારા બોલાતા શબ્દો પરની અનાસ્થા, અશ્રદ્ધા તમને તે પડાવ ભણી દોરી જઈ શકે. પ્રભુનાં પ્યારાં વચનો પર તમને ખૂબ ખૂબ શ્રદ્ધા હોય, પણ તમારી તેની પ્રસ્તુતિને કારણે એ વચનો સરસ લાગી રહ્યાં છે આવું તમારા હૃદયના ઊંડાણમાં પણ નથીને, એની ખાતરી થઈ જવી જોઈએ.
પ્રભુ તમારા કંઠેથી પ્રગટી રહ્યા છે અને એક પ્રવચનકારને લાગે કે પોતે પણ પ્રભુને સાંભળી રહેલ છે, તો વચનાનન્દ.
८
પ્રગટ્યો પૂરન રાગ
Page #16
--------------------------------------------------------------------------
________________
આવું જ કાયરતિ અને કાયાનન્દના સન્દર્ભમાં છે. તમારા દ્વારા થયેલ કોઈ કાર્યની પ્રશંસા થઈ અને અહંકાર છલકાયો તો કાયરતિ; પ્રભુની કૃપાથી આ કાયા દ્વારા સરસ કાર્ય થયું એવો અહોભાવ છલકાય તો કાયાનન્દ.
સમાધિશતકની કડી ફરીથી જોઈ લઈએ : “આતમજ્ઞાને મન ધરે, વચન-કાય-રતિ છોડ; તો પ્રગટે શુભ વાસના, ગુણ અનુભવકી જોડ...”
મન આત્મજ્ઞાનમાં, આત્મગુણોમાં, અને પોતાના વચન અને કાયાના સ્તરે થતી સારી ક્રિયાઓ પ્રત્યે અહંકાર નહિ; આ બે ચરણો આવ્યાં તો શુભ અને શુદ્ધનું દ્વન્દ સતત ચાલ્યા કરે.
શુભમાં વંગ આવે, શુદ્ધ પકડાય. શુદ્ધ પાંખું બને ત્યાં શુભ હાજર જ હોય.
પરમતારક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનના સ્તવનમાં પૂ. દેવચન્દ્રજી મહારાજે ભાવ પૂજાના બે પ્રકારો પાડ્યા છે : પ્રશસ્ત ભાવ નિક્ષેપ પૂજા અને શુદ્ધ ભાવ નિક્ષેપ પૂજા. શુભ અને શુદ્ધનું દ્વન્દ્ર.
એ સ્તવનના સ્તબકમાં તેઓશ્રીએ શાસ્ત્રનો આધાર ટાંકીને જ્ઞાનાદિગુણની રુચિવાળો સાધક તેવી ગુણસંપત્તિને પામે છે તેમ કહ્યું છે. પ્રશસ્ત ભાવ પૂજા એટલે કે પ્રભુ પરનો પ્રશસ્ત રાગ, અને તે ગુણ-રુચિનું મૂળ છે તેમ તેઓ કહે છે.
१. नाणाइगुणरुइ खलु तारिसो अ गुणसंपइ संपत्तो ।
धन्नो गुणसंपत्तो पसत्थरगं तिहिं कुणइ ॥ गुणरुइमूलं एयं तेणं गुणवुड्डिए हेउअं भणियं । जहा इलाइपुत्तो पसत्थरागेण गुणपत्तो ॥
પ્રગટ્યો પૂરન રાગ
Page #17
--------------------------------------------------------------------------
________________
ઇલાચિ પુત્રને મુનિનો વેષ જોતાં, મુનિના બ્રહ્મચર્ય ગુણનું થયેલ દર્શન આત્મગુણાભિમુખતામાં પરિણમ્યું અને નૃત્યમંચ પર જ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઇને તેઓ કેવળજ્ઞાની બન્યા.
પૂ. દેવચન્દ્રજી મહારાજ ભારપૂર્વક કહે છે : સાધક માટે પ્રશસ્ત રાગ આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. પ્રશસ્ત રાગ ગુણરુચિ જન્માવશે. ગુણરુચિ દ્વારા ગુણપ્રાપ્તિ થશે. તેઓ કહે છે : અતિશય મહિમા રે અતિ ઉપકારતા રે, નિર્મલ પ્રભુગુણ રાગ; સુરમણિ સુરઘટ સુરતરુ તુચ્છ તે રે, જિનરાગી મહાભાગ. ૧૨-૩
પ્રભુના ૩૪ અતિશયો, ૩૫ વાણીના ગુણ, સમવસરણની રચના આદિ જોઈને કે સાંભળીને પ્રભુ પર જે અનુરાગ થાય છે, તે છે પ્રશસ્ત રાગ.
એના દ્વારા પ્રભુના અસંગતા, સ્વરૂપ-ભોગિત્વ આદિ ગુણો પ્રત્યે રાગ થાય છે. એ પણ પ્રશસ્ત રાગ છે.
ચિન્તામણિ, કામઘટ કે કલ્પવૃક્ષ તો ભૌતિક સુખોની પ્રાપ્તિ કરાવનાર હોઈ તુચ્છ છે, જ્યારે પ્રભુગુણો પરનો રાગ તો ભવોદધિતારક છે. સરસ ચરણ આવ્યું છેલ્લું : “જિનરાગી મહાભાગ.” જિનેશ્વર દેવ પ્રત્યેના રાગવાળો મહાભાગ્યવાન છે.
શુદ્ધ ભાવ પૂજાની વ્યાખ્યા આપતાં તેમણે કહ્યું : દર્શનજ્ઞાનાદિકગુણ આત્મના રે, પ્રભુ પ્રભુતા લયલીન;
પ્રગટ્યો પૂરવ રાગ
Page #18
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ સ્વરૂપી રૂપે તન્મયી રે, તસુ આસ્વાદન પીન...૧ર-૪
સાધક પોતાના ક્ષાયોપથમિક ભાવના જ્ઞાનાદિગુણોને પ્રભુની પ્રભુતામાં લીન કરી દે, ઓગાળી દે; ચેતનાને પ્રભુના ગુણોની અનુયાયિની બનાવીને તે ગુણોના આસ્વાદમાં તે મગ્ન રહે. આ છે શુદ્ધ ભાવ પૂજા.
ક્રમ આવો થશે શુભયોગનું અવલંબન, પ્રશસ્ત રાગ, પ્રકર્ષ પ્રશસ્ત રાગ, નિજગુણમાં નિમજ્જન. પ્રભુરૂપ અથવા સ્વાધ્યાયનું આલંબન લીધું. પ્રભુની મુખમુદ્રા અથવા શાસ્ત્રની કોઈ પંક્તિ ખૂબ ગમી ગઈ (પ્રશસ્ત રાગ). હવે પ્રભુની મુખમુદ્રા પરથી જે પ્રશમ આદિ ભાવો નીતરી રહ્યા છે; તેને જોતાં તે પર રાંગ થશે (પ્રકર્ષ પ્રશસ્ત રાગ/ગુણરાગ). અને એ ગુણરાગ ગુણપ્રાપ્તિમાં, ગુણાનુભૂતિમાં પરિણમશે. એ જ રીતે શાસ્ત્રની પંક્તિમાં વર્ણવાયેલ આત્મગુણો ગમી જશે એટલે પ્રકર્ષ પ્રશસ્ત રાગ/ ગુણરાગની ભૂમિકા અને એ ગુણરાગ ચેતનાને ગુણમયી બનાવશે એટલે ગુણાનુભૂતિ.
સમકિતી, દેશવિરત અને સર્વવિરત સાધકોએ પોતાની ચેતનાનેઉપયોગને પ્રભુસત્તામાં ડૂબાડેલ છે.
શુદ્ધિનો પ્રકર્ષ તેરમાં ગુણઠાણે મળશે. જ્યારે સાધકની ચેતના સાધ્ય-ઉપાસ્ય અરિહંત પરમાત્મા જેવી થઈ જશે.
પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ બારમા સ્તવનની ચોથી કડીના સ્તબકમાં ભક્તિના ત્રણ પ્રકાર, આ સન્દર્ભમાં પાડે છે. યોગ ભક્તિ, રાગ ભક્તિ, તત્ત્વ ભક્તિ.
મન, વચન, કાયા તાર વન્દન, નમન આદિ કરવા તે યોગભક્તિ. લોગસ્સ' સૂત્ર બોલતાં જ્યારે પણ ‘વંદે’ કે ‘વંદામિ પદ આવે ત્યારે
પ્રગટ્યો પૂરન રાગ
૧૧
Page #19
--------------------------------------------------------------------------
________________
મસ્તક ઝૂકવું જોઇએ, માનસિક ભાવ પ્રભુના નમનનો થવો જોઇએ અને ‘વંદે બોલીએ છીએ તે વાચિક નમસ્કાર થશે.
પ્રભુ પર અત્યંત રાગ તે રાગભક્તિ. સાધક પૂ. આનન્દઘનજી મહારાજની જેમ ગાઈ શકે :
ઋષભ જિનેસર પ્રીતમ માહરો રે.” પ્રભુ છે સહુથી વધુ પ્રિય. લાગે કે કેવો બડભાગી હું છું કે પ્રભુ જેવા સ્વામી મને મળ્યા છે. અને એમણે ઉપદેશેલ ભક્તિ-માર્ગ મને મળી ગયો છે.
સાધક પોતાના ઉપયોગને પ્રભુના ગુણોમાં તન્મય કરે તે છે તત્ત્વભક્તિ.
આ તત્ત્વભક્તિને અનુલક્ષિત કરીને આ સ્તવના પ્રારંભાય છે.
૧ ૨
પ્રગટ્યો પૂરન રાગ
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રબળ ઝંખનાથી સ્વરૂપ પ્રાપ્તિ સુધી
ઇ છે જ
Page #21
--------------------------------------------------------------------------
________________
[૨]
: આધારસૂત્ર :
નેમિ જિનેસર નિજ કારજ કર્યું, છાંડ્યો સર્વ વિભાવો જી; આત્મશક્તિ સકલ પ્રગટ કરી, આસ્વાદ્યો નિજ ભાવો જી...૧
(રાગ, દ્વેષ આદિ સર્વ વિભાવોને છોડીને શ્રી નેમિનાથ પ્રભુએ સ્વરૂપસ્થિતિમાં સ્થિત થવા રૂપ નિજ કાર્ય કર્યું.
જ્ઞાન, દર્શન આદિ સ્વ-શક્તિને પ્રકટ કરીને પ્રભુએ પોતાની સ્વરૂપ દશાના પૂર્ણ આનન્દને માણ્યો.)
૧૪
પ્રગટ્યો પૂરન રાગ
Page #22
--------------------------------------------------------------------------
________________
સ્તવનાની પહેલી કડી
૨ પ્રબળ ઝંખનાથી સ્વરૂપ પ્રાપ્તિ સુધી
નેમિ જિનેસર નિજ કારજ કર્યું, છાંડ્યો સર્વ વિભાવો જી; આતમશક્તિ સકલ પ્રગટ કરી, આસ્વાદ્યો નિજ ભાવો જી...૧
રાગ, દ્વેષ આદિ સર્વ વિભાવોને છોડીને સ્વરૂપસ્થિતિમાં 'સ્થિત થવા રૂપ નિજ કાર્ય નેમિનાથ પ્રભુએ કર્યું. આત્માની જ્ઞાનાદિ શક્તિઓને પ્રકટ કરી તેઓએ પોતાના સ્વરૂપ દશાના પૂર્ણ આનન્દને માણ્યો.
પ્રભુની સ્તુતિ રૂપે કડી મઝાથી ખૂલી. એને સાધકના સ્તર તરફ ખોલવાની પણ કોશિશ કરીએ.
સાધકનું લક્ષ્ય નક્કી છેઃ સ્વરૂપસ્થિતિને પામવી. બહુ પહેલેથી આ નિર્ધાર સ્પષ્ટ થયેલો છે. પૂ. દેવચન્દ્રજી મહારાજ અષ્ટપ્રવચન માતાની સઝાયમાં કહે છે :
સમકિત ગુણઠાણે કર્યો, સાધ્ય અયોગિભાવ સલુણા; ઉપાદાનતા તેહની, ગુણિરૂપ સ્થિરભાવ સલુણા.
સમ્યગ્દર્શન મળતાં ધ્યેય સ્પષ્ટ થઈ ગયું. અયોગિભાવસ્વરૂપસ્થિતિ પ્રાપ્ત કરવાની છે. એ માટે સાધન કયું? ગુપ્તિ રૂપી સ્થિરભાવ એ એના માટેનું સાધન છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
મન, વચન, કાયાના યોગો, ભીતરી આનન્દ મળતાં કેવી રીતે છૂટે છે એની મઝાની વાત આ રીતે કહેવાઈ છે :
અનુભવ રસ આસ્વાદતાં, કરતાં આતમધ્યાન સલુણા;
વચન તે બાધક ભાવ છે, ન વદે મુનિ અનિદાન સલુણા. અષ્ટ૦ આત્મગુણોની અનુભૂતિની ધારામાં ઝૂમતો સાધક. એ ઝૂમવાની ક્ષણોમાં શબ્દો છૂટી જાય છે. પરની ઇચ્છા જેની છૂટી ગઈ છે એવા - અનિદાન - મુનિ વચનયોગથી મુક્ત !
યક્ષપ્રશ્ન સાધકે પોતાની જાત માટે આ કરવાનો છે : સ્વરૂપ . સ્થિતિની પ્રબળતમ ઝંખના પોતાને છે ?
ઝંખનાની પૃષ્ઠભૂ ભક્તિના માર્ગે થતી વિરહવ્યથાની અનુભૂતિ જેવી
છે.
ભક્તને પ્રભુની વિરહવ્યથાની અનુભૂતિ ક્યારે થાય છે ? એકવાર અલપ ઝલપ પ્રભુના ગુણોનો સાક્ષાત્કાર થયો. પહેલાં ક્યારેય ન અનુભવેલ હોય તેવી આનન્દધારા એ સાક્ષાત્કાર વડે અનુભવી... પણ પછી, અનાદિની સંજ્ઞાઓ સવાર થઈ જાય છે અને પેલી ધારા છૂટી જાય છે.
હવે ?
હવે અનાદિની ધારામાં વહેવું ગમતું નથી અને પેલી ધારા મળતી નથી. આ ક્ષણો અકળાવનારી છે. અહીં છે પ્રબળ ઝંખના પ્રભુગુણના સાક્ષાત્કારની.
સ્વરૂપસ્થિતિની પ્રબળ ઝંખના માટે પણ આવું કંઈક થાય. અલપ ઝલપ, થોડી ક્ષણો માટે, જ્ઞાતાભાવ કે દ્રષ્ટાભાવમાં રહેવાનું થાય. એ ક્ષણોનો આનન્દ અનુભવાય... પણ ફરી, રાગ આદિની ધારામાં જતાં આ ક્ષણો છૂટી જાય.
૧૬
પ્રગટ્યો પૂરન રાગ
Page #24
--------------------------------------------------------------------------
________________
રસાસ્વાદ પેલી ક્ષણોનો મણાયો છે અને તેથી, આ ક્ષણોમાં ભળાતું નથી. અને પ્રબળ ઝંખના રહ્યા કરે કે ક્યારે પેલી ક્ષણો મળશે ? ક્યારે ? ક્યારે ?
મીરાંએ આ ક્ષણોની અનુભૂતિને અભિવ્યક્ત કરતાં કહ્યું : “આણિગમ તો મારગડો નવિ સૂઝ, પેલિગમ તો બળી મરીએ.. કહો ને, ઓધાજી ! ક્યાં જઈએ ?”
બહુ મજાની વાત એ છે કે પોતાની - સ્વરૂપસ્થિતિની દિશા માટે મીરાં ‘આ’ શબ્દનો ઉપયોગ કરે છે, વિભાવસ્થિતિની દિશા માટે “પેલા' શબ્દનો ઉપયોગ તેઓ કરે છે.
સ્વરૂપસ્થિતિનો માર્ગ સૂઝતો નથી અને સંસારની બાજુએ તો બળી મરાય એવું છે. ક્યાં જવું?
પ્રબળ ઝંખના માર્ગ કાઢે છે.
પ્રબળ ઝંખના, અને એ પણ અનુભૂતિથી નીપજેલી.
શ્રુતિ કે અનુપ્રેક્ષા દ્વારા થયેલ ઝંખનાનાં મૂળિયાં એટલાં ઊંડાં નથી હોતાં. ' એક પ્રદેશમાં તમે જઈ આવ્યા. હવે તમે ક્યારેક એનું સ્મરણ કરશો ત્યારે એ સ્મૃતિ સપ્રાણ હશે. જ્યારે સાંભળેલ સ્થળના સ્મરણમાં એ ઊંડાણ નહિ હોય...
શ્રુતિમાં આપણે ક્યાંક અધવચ્ચે જ અટકી જઈએ છીએ. ત્યાં શબ્દો પ્રભુના હશે, કલ્પના શ્રોતાની હશે. અનુભૂતિ તો છે નહિ. મન કલ્પના કેવી કરશે ? એ પોતાને અનુભૂત વસ્તુઓની કલ્પના કરશે.
મારી જ વાત કરું.
પ્રગટ્યો પૂરન રાગ
૧૭
Page #25
--------------------------------------------------------------------------
________________
આનન્દ નામની સંઘટનાનો કોઈ અનુભવ નહિ. અને ત્યારે મનમાં કલ્પનાનું જાળું એવી રીતે રચાયું, જેણે રતિભાવના ઉચ્ચ બિન્દુને આનન્દ નામ આપ્યું.
ખરેખરી આનન્દની અનુભૂતિ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે રતિને અને આનન્દને કોઈ સંબંધ નથી. રતિ સંયોગજન્ય ઘટના છે. આનન્દ અસંયોગજન્ય ઘટના છે. સ્વના સંયોગને અસંયોગ ગણ્યો છે, એટલે ગુણાનુભૂતિ દ્વારા નીપજતો આનન્દ એ જ વાસ્તવિક આનન્દ છે. રતિભાવ સાથે એને સ્નાન-સૂતકનોયનાહવા-નીચોવવાનોય સંબંધ નથી!
અનુભૂતિ સ્મરણમાં અને સ્મરણ ઝંખનામાં ફેરવાય. ગુણસાગરના જીવનમાં આ ઘટના આપણને દેખાય છે. એ શ્રેષ્ઠિપુત્ર એક મુનિરાજને જુએ છે. અને જોતાં જ તેમને થાય છે કે આવું તો ક્યાંક અનુભવેલું છે.. આ તો પરિચિત, પરિચિત લાગે છે. જાતિસ્મરણ જ્ઞાન દ્વારા પૂર્વાનુભૂત મુનિજીવનનું સ્મરણ થાય છે, અને એ સ્મરણ મુનિજીવનને મેળવવાની પ્રબળ ઝંખનામાં ફેરવાય છે.
માત-પિતાની અનુમતિ તેમણે માગી : સંયમ-સ્વીકાર માટે. છેલ્લે એક શરતે માત-પિતા તૈયાર થયા : સગપણ જેમની સાથે થયું છે એ આઠ કન્યાઓ જોડે લગ્ન તો કરવા જ પડશે... લગ્ન પછી અમો ના નહિ પાડીએ. માતા-પિતાના મનમાં એમ હતું કે લગ્ન પછી આ નવવધૂઓ જ દીકરાને મોહપાશમાં જકડી રાખશે.
લગ્નનો વરઘોડો નીકળ્યો. ગુણસાગરના હૃદયમાં તો આવતીકાલે થનાર પોતાની દીક્ષાના વિચારો ઘુમરાઈ રહ્યા છે : “શ્રુત ભણશું સુખકારી રે..” સદ્ગુરુના વરદ હસ્તે દીક્ષા. અને પછી તો જ્ઞાન, ધ્યાન, ભક્તિ, વૈયાવચ્ચનો આનંદ.
૧૮
પ્રગટ્યો પૂરન રાગ
Page #26
--------------------------------------------------------------------------
________________
એ ઝંખના શુભમાંથી શુદ્ધ ભણી એમને દોરી ગઈ અને લગ્નની ચોરીમાં કેવળજ્ઞાન ગુણસાગરને થયું.
NON
અનુભૂતિ પછીના સ્મરણની વાત કરતાં પૂજ્ય દેવચન્દ્રજી મહારાજે કહ્યું : ‘મોહાદિકની ઘૂમી અનાદિની ઊતરે હો લાલ, અમલ અખંડ અલિપ્ત સ્વભાવ જ સાંભરે હો લાલ...’
રાગ, દ્વેષ, મોહનું જોર પાંખું પડતાં પોતાના અમલ, અખંડ અને અલિપ્ત સ્વભાવની અનુભૂતિ થયેલી... ફરી, રાગાદિનું જોર વધતાં એ અનુભૂતિ પાંખી થઈ ગયેલી. ફરી મોહ આદિ શિથિલ બનતાં અનુભૂતિની સ્મૃતિ તીવ્ર બને છે.
અનુભૂતિ, સ્મરણ, ઝંખના આ ક્રમ થયો.
અનુભૂતિની વ્યાખ્યા કરવી બહુ જ અઘરી. પરંતુ ‘હૃદય-પ્રદીપ ષત્રિંશિકા' ગ્રન્થે એની વ્યાખ્યા આપી છે : ‘શાપિØવિષયેષુ विचेतनेषु, योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति । यस्माद् भवान्तरगतान्यपि चेष्टितानि, प्रादुर्भवन्त्यनुभवं तमिमं भजेथाः ॥'
સાધક કંઈક બોલી રહ્યો છે, કદાચ પોતાની અભિવ્યક્તિથી એ પોતે ખુશ છે, ભીતર અહંકારનો સમંદર હિલોળે ચઢ્યો છે. પણ એક ક્ષણ એવી આવે છે, જ્યારે સાધક પોતાના એ શબ્દોથી પોતાની જાતને અળગી કરી નાખે છે. હોઠમાંથી શબ્દો નીકળી રહ્યા છે. પોતે માત્ર એને જોઇ રહ્યો છે; આ ભૂમિકા એને મળે છે.
પરથી અલગાવની આ ક્ષણોમાં જન્માન્તરમાં અનુભવેલ શુભ કે શુદ્ધ ક્ષણોનું પ્રતિબિમ્બ પડે છે.
પ્રગટ્યો પૂરન રાગ
૧૯
Page #27
--------------------------------------------------------------------------
________________
અનુભૂતિના આસ્વાદે વિગત જન્મોની અનુભૂતિનું પ્રતિબિમ્બ પાડ્યું. એ પ્રતિબિમ્બ ગાઢ સ્મૃતિ દ્વારા પ્રબળ ઝંખનામાં ફેરવાશે.
---
વિગત જન્મની અનુભૂતિ, જે આપણી ભીતર સંઘરાયેલી છે; તેને રખ્યા વચ્ચે રહેલ ધધકતા અંગારાની ઉપમા અપાઈ છે.
ક્યારેક રાખ હવાના ઝોંકાથી - કો'ક ઘટનાથી ઊડી જાય છે અને અનુભૂતિનો અંગારો ખુલ્લો બને છે.
ક્યારેક સદ્ગુરુ રાખને ઉડાડી મૂકે છે અને ભીતર ધધકી રહેલા અનુભૂતિના અંગારાને પ્રકટ કરે છે.
સદ્ગુરુનું આ જ તો કાર્ય છેને ! તમારી જન્માન્તરીય સાધના ધારા સાથે તમને જોડી દેવાનું !
નેમિ જિનેસ૨ નિજ કારજ કર્યું.' સાધક માટે લક્ષ્ય છે સ્વરૂપ સ્થિતિની પ્રાપ્તિ. નિજ કાર્ય, પોતાનું કાર્ય શું ? સ્વરૂપમાં સ્થિત હોવું તે. ઝંખના અને સ્વરૂપ પ્રાપ્તિની વચ્ચે ઝંખનાને સાકાર બનાવનારાં બે તત્ત્વો આવશ્યક છે : સદ્ગુરુયોગ, સદ્ગુરુ-વચનસેવના.
ઝંખના પ્રબળ બની. હવે ચાલવું છે સાધનામાર્ગે. પ્રશમરતિ પ્રકરણ યાદ આવે : ‘નુર્વાયત્તા યસ્માત્ શાસ્ત્રારમ્ભા મવન્તિ સર્વેઽપિ'- શાસ્ત્રનો પ્રારંભ સદ્ગુરુને અધીન છે તેમ સાધનાનો આરંભ પણ સદ્ગુરુને જ અધીન છે.
પૂર્વાનુભૂત સાધનાનું સ્મરણ થાય છે અને એ સ્મરણ ઝંખનામાં ફેરવાય છે. પણ પૂર્વ જન્મની અનુભવેલી સાધનાના માર્ગ પર સદ્ગુરુના માર્ગદર્શન વિના એક ડગલું પણ ચાલી શકાય તેમ નથી.
પ્રગટ્યો પૂરન રાગ
૨૦
Page #28
--------------------------------------------------------------------------
________________
એ માર્ગદર્શન મેળવવા માટે જોઈશે સમર્પણની ભૂમિકા. સદ્ગુરુ જે કહે તે જ માર્ગ. અહીં બુદ્ધિને કોઈ જ અવકાશ નથી. | ગાડીમાં કે વિમાનમાં બેસો છો ત્યારે ડ્રાઇવર કે પાઇલટ પર કેવો વિશ્વાસ હોય છે ? વિમાનમાં બેઠા પછી ક્યારેય કૉકપિટમાં જઈ પાયલોટને જોવાનો કે મળવાનો પ્રયાસ કર્યો ? આખું વિમાન - અવકાશમાં – જેને હસ્તક છે, એ માણસ કેવો છે ?
સગુરુ પર જોઈએ શ્રદ્ધા. તમે ન રહો - તમારું વૈભાવિક હું ન રહે - માત્ર સદ્ગુરુ રહે તે સદ્ગશ્યોગ.
ઝંખના સમર્પણના સ્તરે ઊતરી એટલે થયો સદ્ગુરુયોગ.
અહંકાર શિથિલ બન્યો, સમર્પણ ભાવ સશક્ત બન્યો; સાધના માર્ગ પર ચાલવાની સાધકને સજ્જતા મળી.
- હવે જોઈશે સદ્ગ-વચનયોગ. સદ્ગુરુનાં વચનને અન્તસ્તરથી સ્વીકારવાનાં. સદ્ગુરુનું વચન તે જ પોતાને માટે જીવનમ.
કેટલી તો નિર્ભરતા અહીં છે ? પોતાને શું કરવાનું છે એ અંગે એણે પોતે વિચારવાનું જ નહિ. સદ્ગુરુ કહે તેમ કરવાનું.
પૂજ્યપાદ, વિરલ વિભૂતિ, વિદ્યામનીષી શ્રી જખ્ખવિજયજી મહારાજ સાહેબ યાદ આવે.
તેઓ પ્રકાન્ડ દાર્શનિક વિદ્વાન. દ્વાદશારે નયચક્ર ગ્રન્થને તેમણે પુનર્જીવિત કર્યો.
તેમના ગુરુદેવ પૂજ્યપાદ ભુવનવિજય મહારાજ સાહેબ તેમને ઘણીવાર કહેતા : જબ્બ ! આ તું શું દાર્શનિક બાબતોની ખટપટમાં પડ્યો છે ? પ્રભુની વાણીનું કંઈક દોહન કર. પૂજનીય આગમ ગ્રન્થો પર તું દષ્ટિ લંબાવ !
પ્રગટ્યો પૂરન રાગ
Page #29
--------------------------------------------------------------------------
________________
આ પછી, જે ક્ષણે તેમણે આગમગ્રન્થમાળાનું સંપાદન સ્વીકાર્યું, ત્યારે તેમના શબ્દો આ હતા : ગુરુદેવ રોજ કહેતા કે જબ્બ ! પ્રભુની વાણીનું તું કંઈક દોહન કર. આજે સગુરુવચન-સેવના (‘જયવીયરાય” સૂત્રે કહેલ ‘તવણસેવણા') મને મળી રહી છે.
નિજ કાર્ય.'
સ્વરૂપ સ્થિતિ પૂર્ણતયા પ્રગટે ત્યારની ભીતરની સ્થિતિ તો કેમ વર્ણવી શકાય ? પણ એના શરૂઆતના પડાવો પણ કેવા છે !
એક પડાવની વાત જોઈએ. પાંચમી યોગદષ્ટિ સ્થિરામાં સમ્યગુદર્શનની પ્રાપ્તિ થાય છે ત્યારે સાધકની ભાવાનુભૂતિ કેવી હોય છે ?
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ “આઠ દૃષ્ટિની સક્ઝાયમાં કહે છે :
અંશે હોએ ઈહાં અવિનાશી, પુદ્ગલજાલ તમાસી રે; ચિદાનન્દઘન સુજસ વિલાસી, કિમ હોય જગનો આશી રે ?
અવિનાશી દશાની અનુભૂતિ શરૂ થઈ છે અહીં. આનન્દઘનીય અભિવ્યક્તિ મઝાની છે આ અનુભૂતિની : “નાસી જાસી, હમ થિરવાસી... ચોખે હૈ નીખરેંગે..” નાશવન્ત જશે, હું સ્થિર રહેનાર છું. પુદ્ગલોની પકડમાંથી મુક્ત થતાં જ મારામાં શુદ્ધિનો નીખાર આવશે. “અંશે હોએ ઇહાં અવિનાશી, પુદ્ગલજાલ તમાસી રે....” પુદ્ગલોની આવન-જાવનની ઘટનાને ઇન્દ્રજાળની જેમ તે જુએ છે. “શો મતલબ આ બધાનો ?”
પ્રગટ્યો પૂરન રાગ
Page #30
--------------------------------------------------------------------------
________________
રૂપાદિકને જોવું, કો'કને કંઈક કહેવું, કંઈક કહેવડાવવું, શું છે આ બધું ? ઇન્દ્રિયો અને મન, વચન, કાયાના અશુભ યોગો મળીને આત્મધનની કેવી તો લૂંટ ચલાવી રહ્યા છે !'
આ દૃષ્ટિમાં સ્થિર થયેલ સાધક પૌદ્ગલિક ઘટનાઓથી પ્રભાવિત તો શી રીતે હોય જ ? “રજકણ કે ઋદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુગલ એક સ્વભાવ જો....૨
આવા સાધકે બે જ ખાનાં રાખ્યાં છે : એક ચૈતન્યનું, એક જડનું. ચૈતન્યનું ખાનું તે પોતાનું. જડનું તે પરનું
‘ચિદાનન્દઘન સુજસ વિલાસી, કિમ હોય જગનો આશી રે ?” જ્ઞાન અને આનન્દના વૈભવમાં મહાલતો સાધક પરની દુનિયામાં કેમ જઈ શકે ?
નેમિ જિનેસર નિજ કારજ કર્યું.” પ્રભુએ સ્વરૂપ સ્થિતિ હાથવગી કરી. સાધકે પણ પ્રભુના પગલે પગલે જવાનું છે.
શુદ્ધ દશા ભણી જવું છે. શુદ્ધ દશા – સ્વરૂપ સ્થિતિ એ સાધ્ય છે. શુભ એ માટેનું સાધન છે.
શુભ તત્ત્વ બે કામ કરે છે : શુદ્ધ તરફ લઈ પણ જાય છે એ. ક્યારેક અશુભને એ તોડે છે.
સ્વાધ્યાય કરી રહ્યો છે સાધક. તન્મયતા જો આવશે એકાદ શબ્દ પર, તો અનુપ્રેક્ષાથીય આગળ, ધ્યાનમાં તે જઈ શકશે. પણ એવી
૧. રૂપાદિકકો દેખવો, કહન કહાવન કૂટ;
ઇન્દ્રિય-યોગાદિક બલે, એ સબ લૂંટાલૂંટ. -સમાધિ શતક. ૨. અપૂર્વ અવસર.
પ્રગટ્યો પૂરન રાગ
Page #31
--------------------------------------------------------------------------
________________
તન્મયતા નહિ હોય અને ઘોષ પૂર્વક એ ગોખતો હશે યા શાસ્ત્ર વાંચતો હશે તોય એટલી ક્ષણો એના મનમાં અશુભ વિચારો નહિ આવે.
સ્વાધ્યાય છે સ્વગુણ દર્શન. ધ્યાન છે સ્વગુણ અનુભૂતિ.
તન્મયતા માટે જરૂરી છે શુભની ક્ષણોનું વેગપૂર્વક વહેવું. એટલા વેગપૂર્વક તમે વહો સ્વાધ્યાય આદિમાં કે પરના પ્રવેશની ત્યાં શક્યતા ન રહે અને એ વેગ જ તમને શુદ્ધમાં લઈ જાય.
પૂજ્યપાદ આનન્દઘનજી મહારાજે આ વેગની ચર્ચા કરતાં પરમતારક શ્રી ધર્મનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું : “દોડતા દોડતા દોડત દોડિયો, જેતી મનની રે દોડ..” મન જેટલી ઝડપે દોડતું હતું, તે જ ઝડપે હવે સાધનાને દોડાવવાની છે.
શું કરે છે આ વેગ ?
પંખો ઝડપથી ફરતો હોય ત્યારે બે પાંખિયાં વચ્ચે હાથ નથી નાખી શકાતો તેનું કારણ તેનો વેગ છે. એમ શુભની ક્ષણો ઝડપથી ઘૂમતી હશે તો એ ક્ષણોમાં પરનો પ્રવેશ અસંભવિત બનશે. અને એ ક્ષણો શુદ્ધમાં પલટાશે.
જેમકે “નેમિ જિનેસર નિજ કારજ કર્યું...” આ એક પંક્તિ તમારી સામે છે. એમાંથી તમારે બે જ શબ્દો પર તમારું અનુધ્યાન કેન્દ્રિત કરવું છે : નિજ કાર્ય. સ્વરૂપ સ્થિતિ.
તમને લાગતું જ થશે કે સ્વરૂપ સ્થિતિ આટલી હદે વૈભવપૂર્ણ હોય તો હું એમાં કેમ ન સરું ? આ ઝંખનાની ક્ષણો વેગવતી બનશે. સ્તવનાની પંક્તિ હવે બાજુમાં જશે અને સ્વરૂપ સ્થિતિનો આંશિક અનુભવ તમે માણતા હશો. “ચિદાનન્દઘનતા' તમારી ભીતર જે રહેલ છે, તેનો આંશિક આસ્વાદ શરૂ થશે.
શુભમાંથી શુદ્ધ ભણી : કેટલી તો આ સહજ પ્રક્રિયા છે.
૨૪
પ્રગટ્યો પૂરન રાગ
Page #32
--------------------------------------------------------------------------
________________
આ જ રીતે, પ્રભુમૂર્તિનાં દર્શન કરતો હોય ભક્ત. પ્રભુના મુખ પરથી ઝરતા પ્રશમરસ પર એની દૃષ્ટિ પડે. અને એને થાય કે આવો જ પ્રશમરસ મારી ભીતર પણ છે. પ્રશમરસના દર્શનની ક્ષણો પ્રશમરસની અનુભૂતિની ક્ષણો બની રહે છે.
નેમિ જિનેસર નિજ કારજ કર્યું...' નિજ કાર્યની સામે પર કાર્ય.
હું ઘણીવાર સાધકોને પૂછું છું : સ્વાધ્યાય કેટલો સમય અને પરાધ્યાય કેટલો સમય ? પરના અધ્યયનમાં - પરદર્શનમાં કેટલો સમય જતો રહે છે !
આમ જ સાધકે જોવું જોઈએ કે નિજ કાર્ય કેટલું થાય છે રોજ અને પર કાર્ય કેટલું થાય છે ? - સ્વરૂપ સ્થિતિ તરફ જવાના સમયને અને તેના માટેની ઝંખનાના સમયને નિજ કાર્યના ખાનામાં રાખીશું. વિભાવો તરફ જવાના સમયને પર કાર્ય તરીકે લેખશું.
સ્વરૂપ સ્થિતિ તરફ જવાની પ્રબળ ઝંખના એક કામ કરશે : વિભાવો જોડે તાદાભ્ય નહિ થવા દે. - ક્રોધનો ઉદય આવી જશે. કદાચ એ ઉદયને તે વિફળ પણ નહિ બનાવી શકે; પરંતુ ક્રોધને જોવાની અવસ્થા મળી શકશે. ક્રોધ કરનાર કે ક્રોધમાં ભળનાર મન છે, તો ક્રોધને જોનાર તમે છો.
હા, તમે તો કર્મથી અલગ છોને ! દેહ મન વચન પુગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું જ્ઞાન આનન્દ ભરપૂર રે....'
૩. અમૃતવેલની સઝાય.
પ્રગટટ્યો પૂરન રાગ
Page #33
--------------------------------------------------------------------------
________________
અશાતા વેદનીયનો ઉદય આવે અને દેહમાં પીડા છલકાય ત્યારે અલગ રહીને તમે એને જોઈ શકો : જો દેહ જોડે તાદાભ્ય ન હોય તો.
સ્વામી શિવપુરી બાબાને એક સાધકે પૂછેલું આપને કાંટો વાગે તો પીડા થાય ? બાબાએ કહ્યું : બુદ્ધઓ કરતાં પ્રબુદ્ધોને વધુ ખ્યાલ આવે કાંટો વાગ્યાનો પીડાનો ખ્યાલ છે. પણ દેહ જોડે તાદાભ્ય-વળગણ ન હોવાથી પીડાને જોઈ શકાય છે. પીડામાં ભળવાનું બનતું નથી.
તો, સાધકે આ જોવું જોઈએ કે પરકાર્ય તરફ જવાનો જે વેગ હતો તે ઘટ્યો ? અને એની સામે, સ્વકાર્ય ભણી જવાનો વેગ વધ્યો ?
તાળો આ રીતે મંડાશે : આજની સાધના દ્વારા જ્ઞાતાભાવ કે દ્રષ્ટાભાવ પુષ્ટ બન્યો?
એકદમ પ્રાયોગિક રીતે કામ થવું જોઈશે. તમે જોતા જાવ, આગળ વધતા જાવ. જો કે માત્ર તમારું જોવું પૂરતું નહિ બને. તમે કદાચ તમારી સાધનાને મોટી કરીને જોશો. ના, સાધનામાર્ગમાં સાધનાનું આ ઓવર એસ્ટિમેશન અધિમૂલ્યાંકન બરોબર નથી.
એને માટે, સદ્ગુરુ પાસે જઈને તમારે તમારી સાધનાની ચકાસણી કરાવવી જોઈએ. ‘ગુરુદેવ ! મારી સાધના બરોબર છે?”
ગુરુદેવને “સુખ સંજમજાત્રા નિર્વહો છો જી ?” પૂછનાર સાધક કદાચ ભીતરથી પૂછતો હોય છે : “ગુરુદેવ ! મારી સાધનાયાત્રા કેમ કેમ ચાલે છે ?
“નેમિ જિનેસર નિજ કારજ કર્યું.' નેમિનાથ દાદાને કોણ જુએ છે ? તમારી આંખ જુએ છે, તમારું મન જુએ છે કે તમે પોતે જુઓ છો?
આંખ અને મનની પહોંચ દાદાના રંગ, આકાર સુધી હશે. “સરસ ભગવાન છે !'. તમે પોતે જોશો ત્યારે બિમ્બ-પ્રતિબિમ્બ ભાવ ઝલકશે.
પ્રગટ્યો પૂરન રાગ
Page #34
--------------------------------------------------------------------------
________________
મારું મૂળ સ્વરૂપ આ છે : દાદાનું છે તે. મારે અત્યારે એ સ્વરૂપનું પ્રતિબિમ્બ મારી ભીતર ઉપસાવવું છે.
આ ક્ષણોમાં આનન્દઘનીય અભિવ્યક્તિ આપણા કંઠેથી પણ પ્રગટશે : “અહો ! અહો ! હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે....* બિમ્બ અને પ્રતિબિમ્બ એક બને ત્યારે અભેદાનુભૂતિ જ ઝળકને ! મારા શુદ્ધ સ્વરૂપને નમસ્કાર.... અહોભાવની ક્ષણોની પ્રસ્તુતિ કડીના ઉત્તરાર્ધમાં છે : અમાપ ફળને આપનાર પ્રભુ મને મળી ગયા ! હવે મારું શુદ્ધ સ્વરૂપ ક્યાં દૂર છે ? - ઉપનિષદ્રી પ્યારી પંક્તિ યાદ આવે : “હું તૂર, તત્તિ', ‘તે' - શુદ્ધ સ્વરૂપ દૂરથી પણ દૂર છે અને નજીકથી પણ નજીક છે.
| સ્વરૂપ સ્થિતિની પ્રબળ ઝંખના તે માટેની લાલાયિતતામાં ફેરવાશે અને ત્યારે બે કાર્યો થશે : સ્વભાવ ભણીની ક્રિયામાં ઉપયોગ પૂરેપૂરો હશે અને વિભાવની આવશ્યક ક્રિયાઓ - ખાવા-પીવા આદિ – માં રસવૃત્તિ નહિ રહે. આવશ્યક વૈભાવિક ક્રિયાઓના સમયે ક્રિયા રહેશે (ખાવા-પીવા આદિની), કર્તા નહિ રહે. - ઉપયોગ શુભમાં અને શુદ્ધમાં પૂરો. વિભાવની ક્ષણોમાંથી ઉપયોગને
ખેંચી લેવાનો. ધારો કે ભોજનની ક્રિયા ચાલી રહી છે, એ વખતે તમે કોઈ સરસ કડી પર અનુપ્રેક્ષા કરો તો ? તનના સ્તર પર ભોજન. મનના સ્તર પર સ્વાધ્યાય.
હું ઘણીવાર હસતાં હસતાં કહું છું કે તમારું મન કોઈ કડીની અનુપ્રેક્ષામાં હશે અને જમવાનું ચાલુ હશે તોય કોળિયો મોઢામાં જ જવાનો છે. નાક કે કાનમાં નહિ જ જાય એની ગેરન્ટી ! ૪. શાન્તિ જિન સ્તવના
પ્રગટ્યો પૂરન રાગ
૨૭
Page #35
--------------------------------------------------------------------------
________________
હકીકતમાં, ઉપયોગનું પરમાં જવું એ સાધકનો મોટામાં મોટો અપરાધ છે. જે ઉપયોગને માત્ર સ્વરૂપ દશા ભણી જ કેન્દ્રિત કરવાનો છે, તેને પરમાં કેમ મૂકી શકાય ? ગુલાબનું સ્થાન કંડું હોય, નહિ કે ઉકરડો !
એક સમ્રાટે દશ વર્ષ પછી પોતાના નગરમાં પધારેલ પોતાના ગુરુને પુછેલું : ગુરુદેવ ! મને ક્યારેય યાદ કરતા'તા કે ?
સંતની આંખોમાં આંસુ છલકાયા. એમણે કહ્યું : કો'ક નિર્બળ ક્ષણે મને તારી યાદ આવતી. મને થતું કે શરીર નહિ ચાલે ત્યારે ભક્ત રાજાને ત્યાં જઈશ તો એ મને બધી જ સુવિધાઓ પૂરી પાડશે.
પણ આ યાદ આવી ગયા પછી હું પોશ-પોશ આંસુએ પ્રભુ પાસે રડતો કે પ્રભુ ! બીજાની યાદ એક-બે ક્ષણ માટે પણ મને આવી એનો અર્થ તો એ જ થયો કે એ ક્ષણોમાં મને તારું સ્મરણ નહોતું. પ્રભુને પછી હું વીનવતો : પ્રભુ ! મને તો જોઇએ સતત તારામાં જ લીન મન. તારામાં જ રહેલ ઉપયોગ.
સાધક માટે ઉપયોગનું પરમાં જવું તે જ તો મૃત્યુ છેને ! પૂજ્ય આનન્દઘન મહારાજ યાદ આવે :
મર્યો અનન્તવાર બિન સમજ્યો, અબ સુખ દુઃખ બિસરેંગે, આનન્દઘન નિપટ નિકટ અક્ષર દો, નહિ સમરે સો મરેંગે.
પ્રેમ - પ્રભુપ્રેમનું સ્મરણ, સ્વરૂપ દશાનું સ્મરણ, સ્વમાં ઉપયોગ; હવે ક્યાં મૃત્યુ છે ?
હું દેહ છું એમ માન્યું ત્યાં જ મૃત્યુ; ચૈતન્યના શાશ્વતીના લયમાં તમે જોડાયા; હવે ક્યાં મૃત્યુ છે ? “દેહ વિનાશી હું અવિનાશી, અપની
૨૮
પ્રગટ્યો પૂરન રાગ
Page #36
--------------------------------------------------------------------------
________________
ગતિ પકરેંગે'... અવિનાશિપણાનો ખ્યાલ એટલે કાળની પાર જવાપણું. દેહને કાળ અસર કરશે. ચૈતન્યને શું કરશે એ ? ‘મર્યો અનન્તકાલ તે પ્રાણી, સો હમ કાલ હરેંગે...’
ચીની દાર્શનિક લાઓત્સે. એક વૃક્ષ નીચે એકવાર બેઠેલા. પાનખરની ઋતુ. એક સૂકું પાંદડું નીચે ખર્યું. અશાશ્વતીનો ખ્યાલ. અનિત્યભાવની તીવ્રતા. લાઓત્સે પામી ગયા.
એક ઝેન ઉપાસિકા એકવાર પૂનમની રાત્રે નદીમાંથી કાવડમાં પાણી ભરીને આશ્રમ તરફ આવી રહી છે.
કાવડના આગળના ઘડામાં ચન્દ્રનું પ્રતિબિમ્બ પડતું હતું. બહુ જ સરસ એ દૃશ્ય લાગ્યું ઉપાસિકાને. એની દૃષ્ટિ ત્યાં સ્થિર થઈ. પથ્થરની ઠેસ લાગી. એ પડી ગઈ. કાવડના બેઉ ઘડા ફૂટી ગયા. હવે ચન્દ્ર ઘડાવાળો ચન્દ્ર ક્યાં ? અશાશ્વતીનો આ લય અનુભૂતિ સુધી ગયો.
અને અનિત્યોને પેલે પાર રહેલ નિત્ય ચૈતન્ય સુધી અનુભવ લંબાયો.
—
‘નેમિ જિનેસ૨ નિજ કારજ કર્યું, છાંડ્યો સર્વ વિભાવો જી...'
સાધકની દૃષ્ટિ સ્વરૂપદશા પર ગઈ એટલે પરમાં ઉપયોગ જતો અટકશે. રાગ, દ્વેષ, અહંકાર શિથિલ બનતા જશે.
પ્રક્રિયા આવી રીતે આગળ વધશેઃ જાગૃતિનું લક્ષ્ય, જાગૃતિનું ધારદાર બનવું અને સ્વમાં ઉપયોગનું સાતત્ય.
પહેલું ચરણ : જાગૃતિનું લક્ષ્ય. મનને એક લક્ષ્યાંક આપવું છે કે હું પરમાં ન જાઉં. મારો ઉપયોગ પરમાં ન જ જવો જોઈએ.
પરમાં ‘અધ્યાત્મગીતા’માં પૂજ્ય દેવચન્દ્રજી મહારાજ આને જ ઉપયોગના જવાની પ્રક્રિયાને - હિંસા કહે છે. મૂલ્યવાન સૂત્ર ત્યાં આવ્યું
પ્રગટ્યો પૂરન રાગ
-
૨૯
Page #37
--------------------------------------------------------------------------
________________
છે : “આતમગુણને હણતો હિંસકભાવે થાય, આતમ ધર્મના રક્ષક ભાવઅહિંસક કહાય'. ઉપયોગ પરમાં ગયો એટલે હિંસા થઈ.. પરમાં, રાગદ્વષમાં ઉપયોગ ગયો એટલે કર્મબંધ. પરિણામે દુર્ગતિ. સંક્લેશોની પરંપરા.
મનને જો આ સજેશન - ધારણા પકડાવી કે મારે પરમાં નથી જવું; તો પરમાં કદાચ જતું પણ રહેવાશે, પણ તરત ખ્યાલ આવશે કે સરહદ ભંગનો બનાવ બની ગયો છે.
બીજું ચરણ : જાગૃતિને ધારદાર બનાવવી. જાગૃતિ સૂક્ષ્મ બની છે અહીં. હવે સાવધાની એવી તીવ્ર છે કે ઉપયોગ પરમાં જાય તો તત્પણ ખ્યાલ આવી જાય છે અને તરત એને એમાંથી કાઢી શકાય છે.
ક્ષણ-ક્ષણની જાગૃતિ એ જ તો સાધના માટેની સજ્જતા તેને !
ત્રીજું ચરણ સ્વમાં ઉપયોગનું સાતત્ય. અભ્યસ્તતા એવી આવી છે કે પરમાં ઉપયોગનું જવાનું હવે થતું નથી. સ્વમાં જ ઉપયોગ રહ્યા કરે છે.
સ્વમાં જ ઉપયોગ રહેવાને કારણે જે દિવ્ય આનન્દ મળે છે એને કારણે પરમાં જવાનું હવે અશક્ય બને છે.
પ્રભુએ કેવી મઝાની પદ્ધતિ આપી છે : શુભની અને શુદ્ધની. મન પરમાં જાય તો જ નવાઈ ને !
શુભના માર્ગે સ્વાધ્યાય, ભક્તિ, જાપ, વિનય, વૈયાવચ્ચ કેટલું બધું વૈવિધ્ય. અને શુદ્ધના માર્ગે તો અનન્ત ગુણોની મઝાની સૃષ્ટિ છે. જ્ઞાનમાં રહો, દર્શનમાં રહો, ચારિત્રમાં રહો, વૈરાગ્ય કે આનન્દમાં રહો.... આટલું મઝાનું વૈવિધ્ય જો સ્વની દુનિયામાં છે, તો સાધક પરમાં જાય કેમ ?
રાજકુમારી પ્રભૂજના સાધ્વીજી મહારાજ પાસે અધ્યયન કરવા જતી. ઉંમરલાયક થયેલી એ દીકરીના લગ્ન વખતે, તે કાળના રિવાજ મુજબ, રાજાએ સ્વયંવર મહોત્સવ યોજ્યો.
સેંકડો રાજાઓ અને રાજકુમારો પ્રભુજના કુમારીને વરવા માટે એ મહોત્સવમાં આવ્યા. નગરમાં આના કારણે ખૂબ ચહલપહલ છે. ૩૦
પ્રગટ્યો પૂરના રાગ
Page #38
--------------------------------------------------------------------------
________________
નગરીની બહાર મોટા શમિયાણા બંધાયા છે; પરંતુ એક પણ સાધ્વીજીના મનમાં જાણવાની ઇચ્છા નથી થતી કે આ બધી ચહલપહલ શાના માટે છે ? તેઓ જાણે છે કે આ પરની દુનિયા છે. અને ત્યાં જે કંઈ બની રહ્યું હોય તેની જોડે પોતાને કોઈ જ સંબંધ નથી.
આ પરમ ઉદાસીનભાવ આવા સાધકની નજીક આવનાર વ્યક્તિત્વોમાં કેવી રીતે સંક્રાન્ત થાય છે એની મનોહર ઘટના હવે ઘટે છે.
સ્વયંવર મંડપમાં જવા માટે નીકળેલ રાજકુમારી પોતાની સખીઓ સાથે ઉપાશ્રયે આવે છે. સખીઓ કહે છે કે, આજે બહેનબાનો સ્વયંવર ઉત્સવ છે. આજે તેમનાં લગ્ન થશે.
ઔદાસીન્યમાં ડૂબેલ વડીલ સાધ્વીજીએ કહ્યું : પરની દુનિયામાં અનન્ત જન્મોથી પ્રવાસ થતો જ આવ્યો છે. આ જન્મ તો માત્ર ને માત્ર સ્વની દુનિયામાં જવા માટે જ છે. - આ વચનો રાજકુમારી પ્રભંજનાના હૃદયે એવી રીતે ઝીલ્યા; જાણે કે સ્વાતિ નક્ષત્રમાં છીપમાં ધરાયેલ જળબિન્દુ, કે સ્વની દુનિયામાં વિહરવાનું તેમનું ચાલું થઈ ગયું. ત્યાં જ શુક્લધ્યાનની ધારા શરૂ થઈ અને કૈવલ્યની પ્રાપ્તિ.
- સમાધિશતક જાગૃતિની મઝાની વ્યાખ્યા આપે છે : “સોવત હૈ નિજ ભાવ મેં, જાગે તે વ્યવહાર.”
સ્વભાવની દુનિયામાં જે જાગૃત નથી, સૂતેલ છે; તેય ક્રિયા કરી રહ્યો છે. - ખાવા, પીવા આદિની - માટે તેને જાગતો કહેવો એ વ્યવહારની ભાષા છે. આ જાગૃતિ શા કામની ?
લોકકથામાં એક સરસ પ્રસંગ આવે છે. શેઠ સૂતા છે. શેઠાણી સહેજ જાગે છે અને અવાજ આવે છે. ધ્યાનથી સાંભળતાં લાગ્યું કે ચોરો ભીંતને ખોદીને અંદર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પ્રગટ્યો પૂરન રાગ
Page #39
--------------------------------------------------------------------------
________________
શેઠાણીએ ધીરેથી શેઠને કહ્યું : “જાગો છો કે ?” શેઠ : “હા. કેમ?” શેઠાણી : “ચોરો ઘરમાં આવી રહ્યા હોય તેવું લાગે છે.' શેઠ : ‘તું ચિન્તા ન કર. આવવા દે. એમનેય ખબર પડશે.” ત્યાં તો ચાર ચોરો અંદર આવ્યા. નોટોની થપ્પીઓ અને ઘરેણાં વગેરે જ્યાં હતાં તે કબાટ સુધી ગયા. શેઠાણી : “ચોરો તો કબાટ સુધી પહોંચી ગયા.' શેઠ: ‘તું ફિકર ન કર !”
ચોરોએ કબાટ તોડ્યું. નોટો અને દાગીનાથી ઝોળી ભરી. ચાલવા લાગ્યા.
શેઠાણી : “હવે તો રાડો પાડો, જોરથી.' શેઠ : “બેટાઓને જવા તો દે. કેટલે જશે.”
ચોરી ગયા પછી શેઠે બૂમ મારી. લોકો ભેગા થયા. ચોરો તો છૂમંતર થઈ ગયા. ક્યાંથી જડે ? પણ જ્યારે લોકોને ખબર પડી કે શેઠ જાગતા'તા ને ચોરોએ ચોરી કરી તોય એમણે કોઈ પ્રતિકાર ન કર્યો કે ન મદદ માટે બૂમ મારી; ત્યારે લોકો હસ્યા કે ભાઈ, આ જાગવામાં તો ધૂળ જ પડીને ! શો અર્થ આ જાગવાનો !
સમાધિશતક આ જ વાત કહે છે : “સોવત હૈ નિજ ભાવ મેં, જાગે તે વ્યવહાર.” જે સ્વની દુનિયા પ્રતિ સૂતેલ છે, તેનું શરીર હાલતું-ચાલતું હોવાથી તેને જાગતો કહેવો એ વ્યવહાર છે... એ જાગૃતિ શા કામની કે જેમાં કર્મબન્ધ થયા જ કરે. પર પ્રતિ ધકેલાયા જ કરવાનું હોય ?
એની સામે, સ્વની દુનિયામાં જાગૃત સાધક પથારીમાં સૂતેલ હોય તોય એ જાગૃત જ છે ! એ વ્યવહારની ભાષામાં સૂતેલ કહેવાય, બાકી તે જાગતો જ છે.
આ વાત પ્રભુએ શ્રી આચારાંગ સૂત્રમાં કહી : “સુત્તા અમુળી, સયા મુળિળો નાગતિ.' સંસારી હંમેશ સૂતેલ છે, મુનિ હંમેશ માટે જાગૃત છે.
પ્રગટ્યો પૂરવ રાગ
૩૨
Page #40
--------------------------------------------------------------------------
________________
ભગવદ્ગીતા યાદ આવે :
યા નિશા સર્વભૂતાનાં, તસ્યાં નાર્તિ સંયમી । यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ।।
મુનિનું શરીર સૂતેલું હોય કે કોન્સ્યસ માઇન્ડ પણ સુષુપ્ત હોય તે વખતે પણ એનો ઉપયોગ જાગૃત હોય છે. સંથારા પોરિસી સૂત્રમાં એથી જ કહેવાયું કે ઊંઘમાં પણ સાધક પોતાનું પડખું બદલતી વખતે તે જગ્યાને પૂજે છે. (અતરત પમખણ ભૂમિ.)
ON
છાંડ્યો સર્વ વિભાવો જી.' સાધકના સ્તર પર આપણે આ કડી ખોલી રહ્યા છીએ.
વિભાવ...
આપણને કેવી રીતે આપણી સ્વરૂપ દશા તરફ જવામાંથી એ વંચિત કરે છે ?
જેમ કે : અપેક્ષા.
જેમના વિના સ્વરૂપ દશા ભણી જતા માર્ગ પર એક ડગલું પણ ભરી શકાતું નથી એ સદ્ગુરુથી અપેક્ષા આપણને દૂર કરે છે.
સદ્ગુરુ પાસે નિરપેક્ષ થઈને જવાનું હોય છે. આપણે કંઈ જ વિચારવાનું હોતું નથી. સદ્ગુરુને ઠીક લાગે તે સાધના તેઓ આપણને આપે..
સાધનાના આ અનભ્યસ્ત માર્ગમાં આપણે બીજું શું કરી પણ શકીએ ? અપેક્ષાજગતની એક સૂક્ષ્મ વાત : સદ્ગુરુ પાસે સાધક જાય. ઇચ્છા હોય કે સદ્ગુરુ કંઈક ઉપદેશ આપે. અને સદ્ગુરુ ન બોલે તો.... ? તો મોટું નુકશાન એ જશે કે સદ્ગુરુની આભામાં આવ્યા છતાં સદ્ગુરુનાં એ પ્રગટ્યો પૂરન રાગ
૩૩
Page #41
--------------------------------------------------------------------------
________________
પરમપવિત્ર આન્દોલનોનો આપણને સ્પર્શ નહિ થાય. અપેક્ષાનું બખ્તર પહેર્યું છેને !
એક સાધક ગુરુ પાસે ગયો. એણે ગુરુદેવને કંઈક કહેવા માટે વિનતિ કરી. ગુરુદેવે કહ્યું: મૌન.. બે અક્ષરોમાં જ કેટલું બધું કહેવાઈ ગયું ! તું મૌનની ધારામાં જા, બેટા ! અને ખરેખર જો સાધક ભીતરથી મૌનને પામી ગયો હોત તો ગુરુની ઊર્જાને તે પકડી શકત.
પણ સાધક અહીં ચૂકી જાય છે.
એને ગુરુના શબ્દોનો લોભ છે. એ કહે છે : “મૌન એટલે શું? વ્યાખ્યા કરી આપોને !' એ રીતે એ ગુરુ પાસે વધુ બોલાવવા માગે છે. •
ગુરુ કહે છે : મૌન એટલે મૌન. આખરે, મૌનને તમે શબ્દોમાં કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકો? સાધક કહે છે : હજુ થોડી વધુ વ્યાખ્યા..... ગુરુ હસ્યા. કહે : મૌન એટલે મૌન એટલે મૌન....
ગુરુ થોડું બોલે – બે-પાંચ મિનિટ એવી અપેક્ષા હતી અને સાધક એ અપેક્ષાની લ્હાયમાં સદ્ગુરુને ચૂકી ગયો.
અને અપેક્ષાની જ્વાળા વધુ સળગે ત્યારે ... ? એક સાધકને ગુરુ બે મિનિટ કંઇક સમજાવે અને બીજાને કદાચ પંદર મિનિટ સમજાવે. તો પહેલાને શું થાય ?
એની અપેક્ષા ઈષ્યમાં બદલાઈ જાય.
જરા વિચારીએ : હોસ્પિટલમાં આવું નથી થતું. મોટા ડૉક્ટર દર્દીઓને જોવા નીકળે ત્યારે સ્વસ્થ દર્દી પાસે અર્ધી મિનિટ જ ઊભા રહે. “કેમ છો, અન્કલ ?' કહીને આગળ ચાલે. અને બીજી કે ત્રીજી પથારી આગળ ગંભીર દર્દી કોઈ હોય તો એની પથારી પાસે દશ મિનિટ ઊભા રહે. સાથેના ડૉક્ટરને સૂચના આપે. જનરલ હોલમાં ૩૪
પ્રગટ્યો પૂરન રાગ
Page #42
--------------------------------------------------------------------------
________________
રહેલા પેલા અન્કલ આ દશ્ય જુએ તો એમને શું થાય ? કંઈ ન થાયને ! મારું દર્દ સામાન્ય હતું. એનું દર્દ ગંભીર હતું.
તો, આ જ દૃષ્ટિકોણ આગળની ઘટનામાં ન આવી શકે ? પોતાની સાથે ગુરુ બે મિનિટ બોલ્યા, બીજાની સાથે પંદર મિનિટ બોલ્યા... તો તેનું દર્દ થોડું ગંભીર હશે..
એક કથા વાંચેલી : ગુરુ એક શિષ્યને પોતાની જોડે જ રાખતા. બીજા શિષ્યોને કો'ક પ્રસંગ પર ક્યારેક મોકલે; આ શિષ્યને ક્યારેય, એકાદ દિવસ માટે પણ, પોતાનાથી અલગ ન મૂકે.
પેલા શિષ્ય આને પોતાના અહંકારને ઉભારવાના બિન્દુ સમ ગણ્યું. એકવાર એ એક વ્યક્તિ જોડે આ વાત ચર્ચી રહ્યો હતો : “ગુરુદેવ મને તો એક દિવસ પણ પોતાનાથી દૂર ન મૂકે. ગુરુદેવને મારા પર ખૂબ ભાવ છે. શબ્દો તો આમે આવા જ વાપરવા પડેને ! પણ ભાવ એ હતો કે બીજા બધા વિના ગુરુદેવને ચાલે, મારા વિના ન ચાલે....”
એનું એ લયમાં બોલવું અને એ જ સમયે ગુરુનું ત્યાંથી નીકળવું. ગુરુ સાંભળી ગયા એના શબ્દો. એ વખતે તો ગુરુદેવ કંઈ જ ન બોલ્યા. પણ સાંજે એ શિષ્ય વન્દન માટે ગયો ત્યારે ગુરુએ કહ્યું : “પેલાની જોડે તું શું શેખી વઘારતો'તો ? સાંભળ, તારું દર્દ એવું છે કે તને મારા વિના એક ક્ષણ પણ રાખી શકાય તેમ નથી. માટે તને મારી જોડે રાખું છું. ગંભીર દર્દવાળા દર્દીને સઘન દાક્તરી સારવાર હેઠળ જ રાખવો પડેને!.”
છાંડ્યો સર્વ વિભાવો .” વિભાવો નથી છૂટતા તો એનું કારણ શું હોઈ શકે ?
એક તો કારણ એ છે કે સ્વરૂપ સ્થિતિને પામવાનું લક્ષ્ય બરોબર નથી થયું. જો લક્ષ્ય નક્કી હોય તો તેના આડે આવતા અવરોધો હટ્યા વિના રહે જ નહિ.
પ્રગટ્યો પૂરન રાગ
૩૫
Page #43
--------------------------------------------------------------------------
________________
લક્ષ્યાનુસન્માન કેવું છે ? લક્ષ્યને પામવાની ઝંખના કેવી પ્રબળ છે ? પૂજ્યપાદ ઉદયરત્નજી મહારાજની પરમાત્મદર્શનની ઝંખના કેવી તો પ્રબળ થઈ હશે કે એ ઝંખનાએ શબ્દદેહ ધારણ કર્યો ત્યારે તેમના હોઠેથી શબ્દો સરી પડ્યા : ‘આપ સ્વરૂપ દેખાડોને આછો, પડદો કરોને પ્રભુજી, પાછો !'
કયાં પડદો હતો ?
ચેતના ક્યારેક ક્યારેક પ૨માં જતી હોય તો એ પણ પડદો છે. પૂજ્યપાદ ઉદયરત્નજી મહારાજ આપણા વતી આ કેફિયત રજૂ કરી રહ્યા છે એ વાત ખ્યાલમાં રહે.
હવે ચેતના - અનાદિની સંજ્ઞાને કારણે - પરમાં ક્યારેક જતી જ રહે; રાગ, દ્વેષ, અહંકારની ધારાનું અનુસન્ધાન થઈ ઊઠે; ત્યારે ભક્ત બીજું શું કરે ?
એ રડશે પ્રભુની આગળ... ‘પડદો કરોને પ્રભુજી, પાછો !' અને રુદનને કારણે ઊચકાયેલી ભાવદશા પરમાં નહિ જઈ શકે.
■■
પૂજ્યપાદ ઉદયરત્નજી મહારાજ શંખેશ્વર તીર્થ ભણી આવી રહ્યા છે. શંખેશ્વર પ્રભુની મૂર્તિ તે વખતે એક ભાઈને ત્યાં. એમણે મંજૂષામાં - પેટીમાં પ્રભુને રાખેલ.
પૂ. ઉદયરત્નજી મહારાજ એ ભાઈને ત્યાં આવ્યા. હૃદયમાં છે તડપન : પ્રભુ ક્યારે મળે ? બીજા ભક્તો આવતા ત્યારે એ ભાઈને કહેતા : દર્શન કરાવો ! એ ભાઈ ભાવ ખાય : હમણાં નહિ. પછી આવજો. હમણાં મારે નાસ્તો કરવાનો છે...
આજે ખ્યાલ આવ્યો કે મોટા મહારાજ સાહેબ આવી રહ્યા છે. ભાઈ તો બરોબર બની-ઠનીને તૈયાર થયા. પણ ઉદયરત્નજી મહારાજ તો
પ્રગટ્યો પૂરન રાગ
૩૬
Page #44
--------------------------------------------------------------------------
________________
સીધા જ પ્રભુવાળી પેટી પાસે જઈને બેસી ગયા. પેલા ભાઈ તો વિચારમાં પડ્યાઃ પેટી પર તો તાળું માર્યું છે અને ચાવી મારી પાસે છે. મહારાજ શું કરશે ?
પૂ. ઉદયરત્નજી મહારાજે પરમ તારક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને વિનંતી કરી : “દેવ ! કાં એવડી વાર લાગે ? પ્રભુ ! આટલે દૂરથી અમે તમારું દર્શન કરવા આવ્યા. ને તમે આટલી વાર કાં લગાડો ? જલદી દર્શન આપો ! “કોડિ કર જોડી દરબાર આગે ખડા, ઠાકુરા ! ચાકરા માન માગે..” અમે તમારા દરબારમાં હાથ જોડીને બેઠા છીએ અને તમે ભાવ પૂછાવો છો ! જલદી દર્શન આપો !
અને પેટી ખૂલી ગઈ. ભક્તની આંખો પ્રભુદર્શન વડે તૃપ્ત થઈ.
છાંડ્યો સર્વ વિભાવો છે.”
ભક્તનું લક્ષ્યાનુસન્ધાન – સ્વરૂપસ્થિતિનું - સ્પષ્ટ થયું કે વિભાવો દૂર થવા લાગશે.
એક પદાર્થનો રાગ જો ઘણી બધી ક્ષણો આપણા ઉપયોગને પ્રભુમાંથી દૂર કરે તો આપણે રાગ કેમ કરી શકીએ ?
એક વેપારીનું લક્ષ્ય ધંધાનું હોય, કમાણીનું; તો તેને ખાવા-પીવાનું પણ ગમતું હોતું નથી. પોતાનો સમય એમાં જાયને?
લક્ષ્યાનુસન્ધાન થઈ ગયું.
હવે સાધ્ય તરફની ગતિ જ સાધકને અભિપ્રેત છે. અને બહુ મઝાની વાત તો સાધ્ય ભણીના માર્ગની છે. માર્ગ પણ એટલો મઝાનો છે કે ચાલતાં ઓચ્છવ થઈ રહે.
પ્રગટ્યો પૂરન રાગ
૩૭
Page #45
--------------------------------------------------------------------------
________________
એક સૂફી સંત.
એમણે એક મઝાનું ચિત્ર દોર્યું. પ્રાકૃતિક દૃશ્યને અભિચિત્રિત કરતું એ ચિત્ર ખૂબ સુંદર હતું.
સંતે એ ચિત્ર સમ્રાટને અર્પણ કર્યું.
સમ્રાટ પણ ચિત્ર જોઈને પ્રભાવિત થઈ ગયો. એણે ૧૦૦ સોનામહોર સંતને આપી. સંતે એક સોનામહોર પોતાની પાસે રાખી, નવ્વાણું સોનામહોર સમ્રાટને પાછી આપી.
સમ્રાટે કારણ પૂછતાં તેમણે કહ્યું : ‘ચિત્ર ચીતરતાં એટલો બધો આનન્દ મળ્યો છે કે બધું જ મળી ગયું છે. ચિત્રે જ મને જોઇતું હતું તે બધું આપી દીધું છે. પરંતુ આપનું માન રાખવા માટે એક સોનામહોર મેં સ્વીકારી છે.'
ચિત્ર દ્વારા મળે તેની વાત કરતાં, ચિત્ર ચીતરતાં મળેલ આનન્દ - સાધનાનો આનન્દ સંતને સરસ લાગ્યો છે.
છાંડ્યો સર્વ વિભાવો જી'. સાધના માર્ગે ચાલ્યા. અહંકાર કેમ ન છૂટ્યો ?
નો પ્રેમ ન તૂટ્યો તેથી અહંકાર ઓગળ્યો નહિ. ‘હુનો પ્રેમ ગુરુના પ્રેમ કરતાં વધી જાય તો સાધનાનો રથ ઊથલી જ પડે ને !
ભારતીય યોગી-પરંપરામાં શિષ્ય માટે એક વિશેષણ વપરાય છે? ગુરુમુખી. સદ્ગુરુ તરફ જ જેનો ચહેરો – જેનું હૃદય પ્રસ્થાપિત થયેલ હોય તે શિષ્ય. સૂરજમુખીના ફૂલ જેવો શિષ્ય.
સૂરજમુખીનું ફૂલ સૂરજ ઊગે ત્યારથી સૂર્ય આથમે ત્યાં સુધી એના તરફ જ મુખ રાખ્યા કરે છે અને સૂર્ય આથમે ત્યારે એ મૂરઝાઈ જાય
પ્રગટ્યો પૂરન રાગ
Page #46
--------------------------------------------------------------------------
________________
શિષ્યને માટે આચારાંગ સૂત્ર એક વિશેષણ આપે છેઃ તદ્દિીએ. ગુરુ-દ્રષ્ટિક. સદ્ગુરુ તરફ જ એની મીટ મંડાયેલી હોય... અને શિષ્ય બને ‘તમ્મુત્તીએ.’ ગુરુમય. તન્મય.
-
અને, ગુરુ બહાર ગયા હોય, શિષ્યને - આ શિષ્યને લીધા વિના - તો શિષ્ય શું કરે ? તે હોય ‘પંથ-નિઝ્ઝાઈ.' સદ્ગુરુ જે માર્ગેથી આવનાર છે, તે માર્ગને જોનાર હોય. જેથી સદ્ગુરુ આવે એ જ ક્ષણે તે ઊભો થઈ સદ્ગુરુની ભક્તિ કરી શકે.
તો, શિષ્ય માટે ગુરુમુખી વિશેષણ એક પ્યારા વિશેષણ તરીકે ભારતીય પરંપરા વાપરે છે. અને મનમુખી વિશેષણ શિષ્ય માટે ખરાબ વિશેષણ કહેવાય છે. પોતાની ઇચ્છા પ્રમાણે ચાલનારો
મનના કહ્યા
પ્રમાણે વર્તનારો તે મનમુખી.
--
ON
“આતમશક્તિ સકલ પ્રગટ કરી...' સાધક આત્મશક્તિને પ્રગટ કરે છે. વિભાવો જેમ જેમ હટ્યા, તેમ તેમ આત્મસૂર્યનો પ્રકાશ ચિદાકાશમાં રેલાવા લાગ્યો, ફેલાવા લાગ્યો.
પ્રભુની આત્મશક્તિના પ્રકટીકરણની વાત વર્ણવતાં સ્તબકમાં પરમ અસંયોગ, અયોગિત્વ આદિ શક્તિઓની - ગુણોની વાત કરાઈ છે.
પરમ અસંયોગ તેરમા ગુણઠાણે. સાધકાવસ્થામાં આપણી પાસે હશે અસંયોગ. સૂત્ર આવી રીતે ખૂલે છે સાધક માટે ઃ ૫૨-અસંયોગ બરોબર પરમ-સંયોગ.
ચેતનામાંથી ૫૨ છૂટે તો જ પરમની પધરામણી ત્યાં થાયને ! પૂજ્ય દેવચન્દ્રજી મહારાજે પરમતારક શ્રી ઋષભદેવ પ્રભુના સ્તવનમાં કહ્યું : ‘પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ.' તોડ-જોડની વાત થઈને ! પરની પ્રીત તૂટી, સ્વની પ્રીત - પરમની પ્રીત સાથે તમે જોડાયા. પ્રગટ્યો પૂરન રાગ
૩૯
Page #47
--------------------------------------------------------------------------
________________
જરૂ૨, માર્ગ એ હશે કે અલપઝલપ પરમાત્મ-પ્રીતિનો રસ મળ્યો; પરનો રસ છૂટી ગયો અને પ૨માત્મ-પ્રીતિની પગથાર પર જ હવે ચાલવાનું રહે.
પંડિતે સમ્રાટને કહ્યું : આપ થોડો સમય મને આપો. ભાગવત-કથા હું આપને સંભળાવું. સમ્રાટે હા પાડી. પંડિતે કથાનું પારાયણ શરૂ કર્યું. પણ ઉદ્દેશ એક જ હતો. રાજાને ખુશ કરવા. આમાં કથા-૨સ ક્યાંથી આવે ? બે દિવસ કથા સાંભળી સમ્રાટે કહ્યું : આપ થોડી વધુ તૈયારી કરીને આવો.
પંડિત પોતાને ઘરે ગયો.
એકાદ વર્ષ પછી, વધુ તૈયારી કરીને તે રાજા પાસે ગયો. રાજા ખરેખર પહોંચેલો - ભીતર ઊતરેલ હતો. તેને કથા સાંભળવાની જરૂર ના પડી. પંડિતનો ચહેરો જોઈને એ સમજી ગયો કે આ માણસ પોતે જ અધૂરો છે. એ મને કયું જ્ઞાન આપશે ?
ફરી સમ્રાટે કહ્યું : આપ થોડી વધુ તૈયારી કરીને આવો.
આ વખતે પંડિત જંગલમાં આવેલ એક ઝૂંપડીમાં ગયા. એ મઝાના એકાન્તમાં તેઓ પોતાની ભીતર ઊતર્યા. અપાર શાન્તિનો અનુભવ તેમને થયો. વિચાર્યું : રાજાને ખુશ કરવાની મારે શી આવશ્યકતા છે ? એ ભીતર ને ભીતર ઊતરતા ગયા.
હવે સમ્રાટ પંડિતની શોધ ચલાવે છે. ખબર મળતાં સમ્રાટ પંડિતની ઝૂંપડીએ આવે છે. પંડિતની આંખો બંધ છે. પણ ચહેરા પર જે શાન્તિ રેલાઈ રહી છે.... રાજા પ્રભાવિત થયો. તેને આ જ જોઈતું હતું. પંડિતે આંખો ખોલી. સમ્રાટને જોયા. મનમાં કોઈ જ ભાવ નથી. સમ્રાટ કહે છે : હવે કથા સંભળાવવા ક્યારે આવશો ?
પંડિત મરક મરક હસે છે. એ સ્મિતમાં જ જવાબ સમાયેલો હતોઃ હું મારી જાતને અધૂરી સમજતો હતો, માટે પરના સંયોગની ઇચ્છા કરતો હતો.
પ્રગટ્યો પૂરન રાગ
૪૦
Page #48
--------------------------------------------------------------------------
________________
આજે મને ખ્યાલ છે કે મારી ભીતર જ સંપૂર્ણ આનન્દની સ્થિતિ ભરેલી છે... હવે ક્યાંય જવાનું કામ ન રહ્યું. સમ્રાટ વન્દન કરીને પાછો ફર્યો.
પરનો અસંયોગ એટલે પરમનો સંયોગ. સ્વનો - સ્વશક્તિનો સંયોગ. “આતમશક્તિ સકલ પ્રગટ કરી..”
અધ્યાત્મ ગીતા'માં પૂજ્ય દેવચન્દ્રજી મહારાજ કહે છે કે, સ્વનો આનંદ જેણે અનુભવ્યો, તે પરમાં જઈ જ કેમ શકે ?
તોડ-જોડના રસ્તાની ચર્ચા આગળ થયેલી. અહીં જોડ-તોડની વાત છે. સ્વ સાથે જોડાઈ ગયા, પર છૂટી ગયું.
પ્યારી કરી છે “અધ્યાત્મ ગીતા'ની : ‘સ્વગુણ ચિત્તનરસે બુદ્ધિ ઘાલે, આત્મસત્તા ભણી જે નીહાલે; શુદ્ધ સ્યાદ્વાદ પદ જે સંભાલે, પરવરે તેહ મતિ કેમ વાલે ?
મન આત્મગુણોમાં ઓતપ્રોત થયું. એથી આત્મતત્ત્વને સમ્યક રીતે નીહાળવાનું થયું. સમ્યક્ રીતે એટલે સ્યાદ્વાદ શૈલી વડે. શરીર પર્યાય છે. દ્રવ્ય તો આત્મા છે. પર્યાય તો નશ્વર છે જ. પર્યાયોની નશ્વરતાની અનુભૂતિ આત્મદ્રવ્યની શાશ્વતીની અનુભૂતિ કરાવે છે. અને આવી ચેતના પોતાના ઉપયોગને પરમાં કેમ રહેવા દે ?
પર્યાયદષ્ટિ પીડાઓને પેલે પાર સાધકને મૂકી દે. શરીર માંદું પડે તોય અને એ “જવું-જવું' કરતું હોય ત્યારેય સાધક માત્ર એને જોયા કરતો હોય. પરપોટો-ફુગ્ગો ફૂટે તો તેમાં નવાઈ શી ?
માટીનો ઘડો બે-પાંચ વરસ સુધી રહે તો નવાઈને ? ફૂટે તો શી નવાઈ ? એમ આ માટીનું શરીર ખતમ થાય; નવાઈ કઈ ?
પ્રગટ્યો પૂરન રાગ
૧
Page #49
--------------------------------------------------------------------------
________________
“આતમશક્તિ સકલ પ્રગટ કરી, આસ્વાદ્યો નિજ ભાવો છે.”
પોતાની શક્તિનો ખ્યાલ આવ્યો. એ પ્રગટ થવા લાગી અને એનો આસ્વાદ અનુભવાવા લાગ્યો. “આસ્વાદ્યો નિજ ભાવો જી.” હોવાપણાનો આનન્દ.
અધ્યાત્મગીતા યાદ આવે : જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ, જ્ઞાન એકત્વતા ધ્યાન ગેહ, આત્મતાદાત્મતા પૂર્ણ ભાવે, સદા નિર્મલાનન્દ સંપૂણ પાવે...
જ્ઞાનની તીક્ષ્ણતા તે ચારિત્ર. ચારિત્ર એટલે ઉદાસીન ભાવ. જ્ઞાન એટલે જ્ઞાતાભાવ, જાણપણું. જેમ જેમ જ્ઞાતાભાવમાં ઉદાસીનભાવ ભળે તેમ જ્ઞાતાભાવ તીક્ષ્ણ બને. ઉદાસીનભાવ - નિર્લેપદશા વધતી જાય તેમ જાણવાનું થયા કરે પણ જાણવાને કારણે રાગ, દ્વેષ, અહંકાર ન છલકાય.
તો, જ્ઞાતાભાવની તીક્ષ્ણતા તે ઉદાસીન ભાવ. “જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ.'
હવે બીજી મઝાની વાત : ધ્યાન દશામાં શું થાય છે? ‘જ્ઞાન એકત્તા ધ્યાન ગેહ. ધ્યાનના ઘરમાં જ્ઞાન એકાકાર દશાને પામે છે. ધારો કે આત્મના સ્વરૂપનું તમે જ્ઞાન - શબ્દોમાં – પ્રાપ્ત કર્યું. તેવા ગ્રન્થો વાંચ્યા કે ઉચ્ચ કક્ષાના જ્ઞાનીઓને તમે સાંભળ્યા. પણ જ્યાં સુધી તમને અનુભૂતિ તે સ્વરૂપની - આછીસી ઝલક રૂપે પણ - ન મળે તો શબ્દજ્ઞાન તમારાથી અળગું જ રહે છે. કારણ કે ન તો શબ્દ તમારું સ્વરૂપ છે, ન વિચારો તમારું સ્વરૂપ છે. તમે એના દ્વારા આત્માને કઈ રીતે અનુભવી શકો?
કઠોપનિષદ્ કહે છે : “નાયમાત્મા પ્રવને નમ્યો, ને મેધયા ન દુના કૃતેન.” આત્મા ન પ્રવચન વડે મળે, ન બુદ્ધિ વડે, ન ઘણા શ્રુત વડે તે મળે.
પ્રગટ્યો પૂરન રાગ
Page #50
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર પ્રકરણના અનુભવાષ્ટકમાં પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજ પૂછે છે ઃ નિર્દેન્દ્ર આત્મસ્વરૂપની અનુભૂતિ તેના સ્વરૂપને વાંચવાથી, સાંભળવાથી કે વિચારવાથી શી રીતે થઈ શકે ?પ
:
પ્રશ્ન થાય કે તો શું શાસ્ત્ર નિષ્પ્રયોજન છે ? ના, શાસ્ત્ર દ્વારા જ આગળ વધી શકાશે. પણ એ શાસ્ત્રને અનુભૂતિવાન પુરુષનાં ચરણોમાં બેસીને ઘૂંટવું પડશે.
બહુ પ્યારા શબ્દો ત્યાં આવ્યા : સંપૂર્ણ શબ્દબ્રહ્મને શાસ્ત્રદૃષ્ટિ વડે મેળવીને સાધક સ્વસંવેદ્ય પરમ બ્રહ્મને અનુભવ વડે પામે છે.૬-૭
શાસ્ત્રદૃષ્ટિ વડે ગ્રન્થને મેળવવો એટલે શ્રીગુરુનાં ચરણોમાં સમર્પિત થઈને ગ્રન્થ મેળવવો. શબ્દો તમારા અને શબ્દો સદ્ગુરુના... બહુ મોટો તફાવત છે. તમારા શબ્દો વિકલ્પોના મહેલને ચણવા માટે ઈંટો જેવા છે. સદ્ગુરુના શબ્દો વિકલ્પોના મહેલને તોડનાર ઘણ છે.
‘જ્ઞાન એકત્વતા ધ્યાન ગેહ’. ધ્યાન દશામાં - અનુભૂતિની ક્ષણોમાં જ્ઞાન વાસ્તવિક રૂપે પરિણમે છે. શાસ્ત્ર પહેલાં વાંચી લઈએ. કદાચ એના ઇંગિતનો ખ્યાલ પણ ન આવે. જ્યારે અનુભૂતિ થાય ત્યારે ખ્યાલ આવે કે આ શબ્દનો આ અર્થ હતો.
ધ્યાનદશામાં આત્મા જોડે તાદાત્મ્ય અનુભવાય છે. ‘આત્મતાદાત્મ્યતા પૂર્ણ ભાવે, તદા નિર્મલાનન્દ સંપૂર્ણ પાવે...' આત્મસ્વરૂપ હવે માત્ર
૫. પશ્યતુ બ્રહ્મ નિર્દેન્દ્ર, નિર્દેન્દ્વાનુમત્રં વિના | कथं लिपिमयी दृष्टिर्वाड्मयी वा मनोमयी ।।
६. अधिगत्याखिलं शब्दब्रह्म शास्त्रदृशा मुनिः ।
स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति ।।
૭. પરમાત્મપંવિં. શ્યો. ૪
પ્રગટ્યો પૂરન રાગ
૪૩
Page #51
--------------------------------------------------------------------------
________________
જાણકારીના ક્ષેત્ર પૂરતું સીમિત ન રહ્યું. તે અનુભૂતિના પ્રદેશ સુધી લંબાયું. અને એ આત્મસ્વરૂપનો અનુભવ.. કેવો તો નિર્મળ આનન્દ ભીતર છલક છલક છલકાય છે !
આસ્વાદ્યો નિજ ભાવો જી.” સ્વરૂપનો આસ્વાદ. નિજ ગુણનો ભોગ. શબ્દોને પેલે પારનો આનંદ હોય છે એ સ્થિતિમાં..
૪૪
પ્રગટ્યો પૂરન રાગ
Page #52
--------------------------------------------------------------------------
________________
અભેદાનુભૂતિ
Page #53
--------------------------------------------------------------------------
________________
: આધારસૂત્ર : *
રાજુલનારી રે સારી મતિ ધરી, અવલંવ્યા અરિહંતો જી; ઉત્તમસંગે રે ઉત્તમતા વધે, સધે આનન્દ અનંતો જી...૨
(રાજીમતી મહાસતીએ શ્રેષ્ઠ બુદ્ધિ કરી અને સર્વજ્ઞ નેમિનાથ પ્રભુનું શરણ સ્વીકાર્યું.
ઉત્તમના સંગ વડે ઉત્તમતા વધે છે અને અનન્ત આનન્દ પ્રાપ્ત થાય છે. [રાજીમતીજીને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ મોક્ષે ગયાં.] )
૪૬
પ્રગટ્યો પૂરન રાગ
Page #54
--------------------------------------------------------------------------
________________
સ્તવનાની બીજી કડી
અમેદાનુભૂતિ
પ્રભુ જોડે પૂર્ણ રાગ થવાથી ભક્તના હૃદયમાં કેવું તો આમૂલચૂલ પરિવર્તન સર્જાય છે તેની વાત મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પરમાત્મ-સ્તવનામાં કરી છે : “પૂરન મન સબ પૂરન દીસે, નહિ દુવિધા કો લાગ....” મન પૂર્ણ થઈ જાય છે. બધું જ પૂર્ણ, પૂર્ણ દેખાય છે. ક્યાંય અપૂર્ણતા લાગતી નથી.
પણ એ રાગ પ્રભુ સાથેનો કેવો હોવો જોઈએ ? કહે છે કવિ : “મેરે પ્રભુનું પ્રગટ્યો પૂરન રાગ. નારદ ઋષિ જેને પરમ પ્રેમ કહે છે, શાંડિલ્ય ઋષિ જેને પરા અનુરક્તિ કહે છે તે જ આ પૂર્ણ રાગ.
પૂર્ણ રાગ કે પરમ રાગનો અહીં એ અર્થ ધ્વનિત થાય છે કે હૃદયના એક પણ ખૂણે પ્રભુ સિવાયના કોઈ પણ વ્યક્તિત્વ કે પદાર્થ આદિ પર રાગ ન હોય. સંપૂર્ણ હૃદય, સંપૂર્ણ અસ્તિત્વ પ્રભુ પ્રત્યેના રાગથી એવું તો છલકાઈ ગયેલું હોય કે એ સિવાયનું બીજું કંઈ જ ત્યાં રહી ન શકે.
* આ પૂર્ણ રાગ - ભક્તિ મળે એટલે ભક્તની ભાવદશા કેવી થાય એની વાત આપણે જોતા હતા : “પૂરન મન સબ પૂરના १. अथातो भक्तिं व्याख्यास्यामः । सा त्वस्मिन् परमप्रेमरूपा ।
અમૃતસ્વરૂપ | -નારદ ભક્તિ સૂત્ર ૧,૨,૩ ૨. સી પરાડનુરરૂિરીશ્વરે ! –શાંડિલ્ય ભક્તિ સૂત્ર. 3. तस्मिन् अनन्यता तद्विरोधिषूदासीनता च ।
કન્યાશ્રયાળાં ત્યા/: અનન્યતા I -નારદ ભક્તિસૂત્ર. ૯, ૧૦.
Page #55
--------------------------------------------------------------------------
________________
દીસે...’ હવે અધૂરપોની ફરિયાદ બધી જ ગઇ. પ્રભુ ! તેં મારી દુનિયા આખી બદલી આપી. હવે તો ચોમેર બસ આનન્દ જ છલકાતો નજરે પડે છે.
ભક્તિનો પ્રથમ અનુભવ થયો અને હું સ્તબ્ધ બની ગયો : શું આવું પણ થઈ શકે છે ! અરે, આ તો કલ્પનાતીત.... આંખોના નંબર ઘણા બધા હોય એવો દર્દી ડૉક્ટર પાસે જાય અને ડૉક્ટર એની આંખે એને યોગ્ય નંબરના કાચ મૂકે ત્યારે ! સામેનું પાટિયું, જે સાવ અક્ષરો વિનાનું, સપાટ લાગતું હતું; હવે કેટલી સ્પષ્ટતાથી ઝીણામાં ઝીણા અક્ષરો વાંચી શકાય છે. મને પણ, પ્રભુ! આવો અનુભવ થયો. આખી સૃષ્ટિ મને બદલાયેલી લાગી. તેં નવી દિષ્ટ આપીને, પ્રભુ ! હું સ્તબ્ધ બન્યો. અકલ્પિત ઘટના અચાનક ઘટી પડે ત્યારે અવાક્ બની જવાય તેમ હું અવાક્ બન્યો. ભક્તિ પ્રગાઢ રીતે મળી ત્યારે સહુથી પહેલો અનુભવ હતો પરમ આનન્દનો. આંખો વરસવા લાગી. અસ્તિત્વ આનન્દના રંગે રંગાઈ ગયું.TM
પણ પછી તરત થયું કે આવો પ્રચંડ અનુભવ શું ખરેખર મને થયો છે ? એક સ્તબ્ધતાની લાગણીએ મને ઘેરી લીધો. પણ પછી સદ્ગુરુએ મારી ભક્તિને પ્રમાણિત કરી અને કહ્યું કે ભક્તિપ્રાપ્તિનો પહેલો અનુભવ આવો જ હોય છે ત્યારે ફરી આનન્દના દિવ્ય પ્રવાહમાં વેગથી હું તરવા લાગ્યો. અને આનન્દપૂર્ણ મારા સ્વરૂપની આંશિક ઝલક મેળવી હું આત્મરમણશીલ બન્યો.
તારો આભારી છું, પ્રભુ !
N
પૂર્ણ રાગની એક દિવ્ય અનુભૂતિની ચર્ચા ઉપરોક્ત સ્તવનામાં થઈ છે : ધ્યાતા ધ્યેય ભયે દોઉ એકહુ, મિટ્યો ભેદ કો ભાગ; કૂલ વિદારી ચલે જબ સરિતા, તબ નહિ રહત તડાગ...’
૪. યગ્ જ્ઞાત્વા મત્તો મતિ, સ્તવ્યો મતિ, આત્મારામાં મતિ | -નારદ ભક્તિ સૂત્ર, ૬.
પ્રગટ્યો પૂરન રાગ
૪૮
Page #56
--------------------------------------------------------------------------
________________
પૂર્ણ રાગની, ભક્તિની આ ભૂમિકાએ ધ્યાતાની ચેતના ધ્યેયમાં વિલીન થવા લાગે છે. વિલીનીકરણની આ પ્રક્રિયાનો ઈશારો પરમતારક શ્રી શીતલનાથ પ્રભુની સ્તવનામાં મહો. યશોવિજયજી મહારાજે આ રીતે આપ્યો છે: “જ્યોતિ સે જ્યોત મિલત જબ ધ્યાવે, હોવત નહિ તબ ન્યારા...”
સરસ વાત કહેવાઈ. “જ્યોતિ સે જ્યોત મિલત જબ ધ્યાવે...' જ્યોતિર્મય પરમાત્માનું ધ્યાન કઈ રીતે થશે ? શબ્દ પૌદ્ગલિક ઘટના છે, વિચારો પણ પૌદ્ગલિક ઘટના છે. પૌદ્ગલિક ઘટના એટલે અજયોતિર્મય ઘટના. અનુભૂતિ તે જ જ્યોતિર્મય ઘટના.
અનન્ત જ્ઞાનમય પરમાત્મા. તેમના જ્ઞાનગુણનું શાબ્દિક સ્તવન નહિ, માનસિક અનુપ્રેક્ષા નહિ; ભીતર એ જ્ઞાનની અનુભૂતિ. વીતરાગતા સહિતનું જ્ઞાન પ્રભુની પાસે છે. સાધક એવા જ્ઞાનને મેળવવા - અનુભવવા ઇચ્છશે, જેમાં રાગ, દ્વેષ, અહંકારની માત્રા બહુ જ ઓછી હોય. એટલે કે સાધક પોતાના જ્ઞાનને જ્યોતિર્મય બનાવવા યતશે. અને એ ક્ષણોમાં એની પારદર્શી, નિર્મળ ચેતના ધ્યેયમાં વિલીન થશે એમ કહો, અથવા તો એમ કહો કે એ નિર્મળ ચેતનામાં પ્રભુ-ગુણનું પ્રતિબિમ્બન પડશે.
ધ્યાતા ધ્યેય ભયે દોઉ એકહુ, મિટ્યો ભેદ કો ભાગ; કૂલ વિદારી ચલે જબ સરિતા, તબ નહિ રહત તડાગ...” ધ્યાતા અને ધ્યેય બેઉ થયા એક. હવે ક્યાં ભેદ રહ્યો ? ઉદાહરણ આપે છેઃ કાંઠાને (બંધને) તોડીને નદી જ્યારે રેલાય, ફેલાય ત્યારે સરોવર ક્યાં રહ્યું ? પહેલાં સરોવર અલગ હતું, કાંઠા અલગ હતા. હવે બધું થયું એકાકાર.
આ એકાકારતાની અનુભૂતિની પૃષ્ઠભૂ પર બીજી કડી આવે છે : રાજુલનારી રે સારી મતિ ધરી, અવલંડ્યા અરિહંતો જી, ઉત્તમસંગે રે ઉત્તમતા વધે, સધે આનન્દ અનન્હો જી...ર.
પ્રગટ્યો પૂરન રાગ
૪૯
Page #57
--------------------------------------------------------------------------
________________
‘રાજુલનારી રે તારી મતિ ધરી..' સારી મતિ. શ્રેષ્ઠ બદ્ધિ, બુદ્ધિ શ્રેષ્ઠ ક્યારે બને ? મેધા કે પ્રજ્ઞાની ભૂમિકાને એ ક્યારે સ્પર્શે ? જ્યારે પરમાત્માને પોતાની ભીતર ધારી રાખે.
ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે : मय्येव मन आधत्स्व, मयि बुद्धिं निवेशय । निवसिष्यसि मय्येव, अतः ऊर्ध्वं न संशयः ।।
ભક્ત પ્રભુમાં જ મન અને બુદ્ધિને રાખે તો ભક્તનો વાસ પ્રભુના હૃદયમાં જ છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુએ કહ્યું : 'सोही उज्जुअभूअस्स, धम्मो सुद्धस्स चिट्ठइ...' આ સૂત્રોના મુક્ત અનુવાદ પણ આવો જ થશે : ‘નિર્મળ હૃદયમાં મારો વાસ છે.” કેટલી મઝાની વાત !
મનને નિર્મળ બનાવવું આમ અઘરું કહેવાય. પણ મનને પ્રભુમાં જોડી દેવું અઘરું ક્યાં છે ? અને મન પ્રભુમાં લીન થયું એટલે નિર્મળ !
એટલે કે
મનને નિર્મળ પણ પ્રભુ બનાવે અને એ નિર્મળ મનમાં પ્રભુ વાસ પણ કરી દે.
મઝા જ મઝા છેને !
અર્જુનનું મુખ જોતાં શ્રીકૃષ્ણને લાગે છે કે અર્જુનની આટલી તૈયારી નથી. શિષ્યનું સમર્પણ તો અદ્ભુત રહેતું જ હોય છે. પણ ગુરુની ઉદારતા પણ કેવી !
શ્રીકૃષ્ણ એક પગથિયું નીચે ઊતરે છે : अथ चित्तं समाधातुं, न शक्नोषि मयि स्थिरम् ।
अभ्यासयोगेन ततो, मामिच्छाप्तुं धनञ्जय ।। ૫૦
પ્રગટયો પૂરન રાગ
Page #58
--------------------------------------------------------------------------
________________
તું કદાચ ચિત્તને પ્રભુમાં ન મૂકી શકે તો તેના માટેનો અભ્યાસ કર!
ચિત્તધૈર્યના અભ્યાસ માટે પતંજલિ ઋષિએ બે ચરણો આપ્યાં છે : વૈરાગ્ય, અભ્યાસ. પ્રભુ સિવાયનાં તત્ત્વો - અપરમ તત્ત્વો વિષે અનાસ્થા, અશ્રદ્ધા તે વૈરાગ્ય. અને પરમ તત્ત્વની બાજુએ જવા માટે વેગ પકડવો તે છે અભ્યાસ.
વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા ચિત્તધૈર્ય. અને સ્થિર ચિત્તમાં પ્રભુ !
અર્જુનના ચહેરાને જોતાં શ્રીકૃષ્ણને લાગ્યું કે આ માર્ગે જવાની પણ તૈયારી તેની નથી. ત્યારે શ્રીકૃષ્ણ કહે છે :
ગાલેડAસમર્થોસિ, મર્મપરમો ભવ | मदर्थमपि कर्माणि, कुर्वन् सिद्धिमवाप्स्यसि ।।
તું ચિત્તધૈર્યનો અભ્યાસ ન કરી શકે તો મેં કહેલ સાધના - વેયાવચ્ચ, ભક્તિ આદિની – કર. મેં કહેલ સાધના કરીને પણ તું સિદ્ધિને પામીશ.
વેયાવચ્ચ મુનિની, પણ આજ્ઞા પ્રભુની. એટલે વેયાવચ્ચ કાર્ય તો પ્રભુનું જ થયું : “મવર્થમ્'. સ્વાધ્યાય ગ્રન્થનો, પણ પ્રભુના પ્યારા શબ્દોનું, એ અધ્યયન છે એટલે સ્વાધ્યાય પણ પ્રભુકૃત્ય થયું....
બુદ્ધિ પ્રભુ સાથે જોડાય એટલે શ્રેષ્ઠ બને. આ જ સન્દર્ભમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે : “ામ વુદ્ધિયો તે.” જે બુદ્ધિ દ્વારા પ્રભુ સાથે જોડાઈ શકાય તે બુદ્ધિયોગ તને હું આપું છું.
મહાસતી રાજીમતીજી પાસે આવી બુદ્ધિ હતી જ. અને તેથી તેમણે નેમિનાથ પરમાત્માનું શરણું સ્વીકાર્યું. “રાજુલનારી રે તારી મતિ ધરી, અવલંખ્યા અરિહંતો જી.” પ્રગટ્યો પૂરન રાગ
Page #59
--------------------------------------------------------------------------
________________
રાજીમતીજીએ પ્રભુને કેવી રીતે અવલંબેલા ? પૂજ્ય આનન્દઘનજી મહારાજ પરમતારક શ્રી નેમિનાથ ભગવાનની સ્તવનામાં આ વાતને સમજાવે છે :
ત્રિવિધ યોગ ધરી આદર્યો રે, નેમિનાથ ભરતાર; ધારણ પોષણ તારણો રે, નવસર મુગતાહાર..... ૧૬ રાજીમતીજી કહે છે : મન, વચન અને કાયા વડે મેં પ્રભુ નેમિનાથને સ્વામી તરીકે સ્વીકાર્યા છે.
નવસરા મોતીના હારની પેઠે મેં મારા હૃદયમાં તેમને ધારી રાખ્યા છે. તેઓ જ મારા આશ્રયદાતા, અને મારી ગુણસૃષ્ટિના પોષક છે અને તેમની કૃપાથી જ (તેમણે આપેલ જ્ઞાન, દર્શન, ક્રિયા વડે કર્મક્ષય કરીને) ભવસાગરને પેલે પાર હું પહોંચીશ.
ધારણ પોષણ તારણો રે, નવસર મુગતાહાર..” પ્રભુને મુક્તાહાર પેઠે હૃદયમાં ધારણ કરવાનું કામ ભક્તનું. ભક્તને આશ્રય આપવાનું, પોષવાનું, તારવાનું કામ પ્રભુનું.
આ વાતને ચમત્કૃતિનો પુટ આપી “કલ્યાણ મન્દિર સ્તોત્રમાં મહાન સિદ્ધસેન દિવાકરજી કહે છે :
त्वं तारको जिन! कथं भविनां त एव, त्वामुद्वहन्ति हृदयेन यदुत्तरन्तः । यद्वा दृतिस्तरति यज्जलमेषनूनमन्तर्गतस्य मरुतः स किलानुभावः ।।
આ જ વાતને પૂજ્ય પદ્મવિજય મહારાજ પરમતારક શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની સ્તવનામાં લઈને આવ્યા છે :
પ્રગટ્યો પૂરન રાગ
Page #60
--------------------------------------------------------------------------
________________
તારનારો તું હિ કિમ પ્રભુ, હૃદયમાં ધરી લોક રે; ભવસમુદ્રમાં તું જ તારે, એ તુજ અભિધા ફોક રે.... નીરમાં કૃતિ દેખી તરતી, જાણીયું મેં સ્વામ રે; તે અનિલ અનુભાવ જિમ તિમ, ભવિક તાહરે નામ રે...
પ્રભુ ! તું તારનાર કઈ રીતે ? તને હૃદયમાં ધારણ કરીને લોકો તરે છે; તો તમે એમને તારેલ શી રીતે કહેવાય ?
જવાબ પોતે જ આપે છે ઃ દરિયા-કાંઠે મેં મશક(કૃતિ)ને તરતી જોઈ. કો'કને પૂછ્યું : આ મશક તરે છે કઈ રીતે ? ડૂબી કેમ જતી નથી ? પેલાએ કહ્યું : મશકમાં હવા ભરેલી છે માટે તરે છે. હવા ન હોય તો તે ન તરે, ડૂબી જાય... કવિ કહે છે : આ પ્રત્યુત્તરથી મને પોતાને જવાબ મળી ગયો. મશકમાં હવા હોય છે અને એ તરે છે, માટે હંવા મશકને તારે છે એમ કહેવાય; એ રીતે પ્રભુને, પ્રભુના નામ સ્મરણને હૃદયમાં ધારણ કરીને ભક્તો તરે છે માટે પ્રભુએ જ તાર્યા કહેવાયને !
‘ધારણ પોષણ તારણો રે...’
એકવાર બ્રાહ્મણવાડા તીર્થ (રાજસ્થાન)માં પૂજ્યપાદ સાધનામનીષી પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબ, પૂજ્યપાદ અધ્યાત્મયોગી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજ્યપાદ વિર્ય મુનિરાજ શ્રી જમ્બવિજયજી મહારાજ સાહેબ મળેલા. આપણા યુગના ત્રણે દિગ્ગજ સાધનાચાર્યો. પ્રવચનમાં એક ભક્તે પૂછ્યું કે પ્રભુ કઈ રીતે ભક્તને ઊંચકે છે ? ત્યારે પૂજ્યપાદ પંન્યાસજી ભગવંતે પૂજ્યપાદ આનન્દઘનજી મહારાજની નેમિજિન સ્તવનાની આ કડી ઉદ્ધૃત કરેલી : ‘ધારણ પોષણ તારણો રે...’ પ્રભુ ધારક છે. દુર્ગતિમાં જતા આપણને રોકનાર તેઓ જ છે. ‘ઈતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો...' પ્રભુ પોષક અને તારક છે. ગુણોથી આપણને પ્રભુ પુષ્ટ કરે. ભવસાગરને પેલે પાર પ્રભુ આપણને લઈ જાય. પ્રગટ્યો પૂરન રાગ
૫૩
Page #61
--------------------------------------------------------------------------
________________
આપણા યુગના બહુ જ મોટા ગજાના એ ભક્તિયોગાચાર્યને એ વખતે જેમણે સાંભળેલા એ ભક્ત મને કહેલું : શી તેમની વાણીમાં હતી અનુભૂતિની દિવ્યઝલક ! પ્રભુને અનુભવ્યા હોય તેવું જ વ્યક્તિત્વ આ રીતે વાત કરી શકે.
કાશ ! આપણને એ વાણી સાંભળવા મળી હોત તો...!
ધારણ પોષણ તારણો રે..” ભક્ત પ્રભુને હૃદયમાં ધારણ કરે. પ્રભુ આશ્રય આપવાનું, પોષવાનું અને તારવાનું કામ કરે.
પણ શું ખરેખર પ્રભુને હૃદયમાં ધારણ કરવાનું કાર્ય ભક્તને ફાળે જાય છે ?
મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજનો જવાબ નકારમાં છે.
પ્રભુ પર ભક્તને ભક્તિ ઊપજી (મેરે પ્રભુ સે પ્રગટ્યો પૂરન રાગ), એવું વિધાન કર્યા પછી એમણે કહેલું છે : “જિનગુણ ચન્દ્રકિરણ સું ઊમટ્યો, સહજ સમુદ્ર અતાગ.” પ્રભુના ગુણો રૂપી ચન્દ્ર-કિરણો વડે ભીતરનો - ભક્તહૃદયનો ભાવસમુદ્ર, સહજ સમુદ્ર ઊમટ્યો. એટલે કે પ્રભુ પ્રત્યેનો પ્રેમ પણ પ્રભુના ગુણોએ કરાવ્યો.
તો, આ રીતે પ્રભુને હૃદયમાં ધારણ કરવાનું કામ પણ પ્રભુના ગુણો વડે થયું. પ્રભુના ગુણો એવા ગમી ગયા કે પ્રભુ સિવાય બીજું કંઈ ગમે નહિ. માત્ર પ્રભુ જ ગમે... પ્રભુ હૃદયમાં આવી ગયા !
ધારણ”. પ્રભુ આશ્રય આપે.
અશુભમાં વિભાવોમાં સતત જઈ રહેલા મનને એવી એક આધારભૂમિ પ્રભુ આપે કે હવે અશુભમાં જવાનું બંધ થઈ જાય. રાજીમતિજીને હવે અપ્રશસ્ત રાગની ભૂમિ તરફ જવાનું અટકી ગયું.
પ્રગટ્યો પૂરન રાગ
૫૪
Page #62
--------------------------------------------------------------------------
________________
શુભની - ગુણરાગની/પ્રશસ્તરાગની એક આધારશિલા તેમને મળી. આપણને દરેકને પણ આ ભૂમિકા મળે.
પોષણ”.
શુભ ભાવની ધારામાં લાવ્યા પછી પ્રભુ એમાં વેગ લાવે છે. શુભમાં આવેલ વેગ તે જ પોષણ.
અહીં વેગનો અર્થ છે ઉત્સાહ. યાદ આવે પૂજ્ય આનન્દઘનજી મહારાજ : “દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે. દોડ....”
મનના વેગે – ઉત્સાહ વડે સાધના માર્ગે દોડવાનું. શું થાય છે અહીં ?
થોડીક સાધના થાય છે અને હૃદયમાં એવો આનન્દ છલકાય છે કે એ આનન્દ સાધનામાર્ગમાં આગળ જવાના ઉત્સાહને વધારી મૂકે છે.
યાદ આવે આપણા યુગના સાધક-શ્રેષ્ઠ શ્રી ઋષભદાસજી. સાધનાના દિવ્ય આનન્દને વર્ણવતાં તેમણે કહેલ કે એક “ખમાસમણ” આપું છું અને એવો તો આનન્દ ભીતર છલકાય છે કે હૃદયનું નાજુક તન્ન એ આનન્દના આવેગને સહી શકશે કે કેમ એની વિમાસણ થાય.
પોષણ. શુભમાં આવેલ વેગ... આ વેગ શુદ્ધમાં જવાનું કારણ બની રહે છે.
તારણો'. પ્રભુ શુભમાં વેગ આપીને સાધકને શુદ્ધમાં લઈ જાય.
શુદ્ધ. સ્વગુણાનુભૂતિ. શુકલધ્યાનની ધારા. અને ભવસાગરને તરી જવાનો. પ્રગટ્યો પૂરવ રાગ
૫૫
Page #63
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ એટલે સ્વગુણાનુભૂતિ અને શુભ એટલે સ્વગુણાનુભૂતિનાં સાધનો. સ્વાધ્યાય આદિ જે પણ અવલંબનો વડે નિજ ગુણ ભણી જઈ શકાય તે શુભની કોટિમાં આવશે. સ્વાધ્યાય દ્વારા આવતું ધ્યાન શુદ્ધની કોટિમાં છે.
પ્રભુએ તીર્થ સ્થાપ્યું. આખી વ્યવસ્થા આપણને આપી. એ દ્વારા અશુભમાં ન જતાં શુભની ભૂમિકા પર આશ્રય મળી શક્યો (ધારણ), પ્રભુશાસનની ભિન્ન ભિન્ન સાધનાઓ કરતાં તે સાધનાના આનંદ માણ્યો અને એ દ્વારા સાધનામાં વેગ આવ્યો (પોષણ). અને એ સાધનાનો વેગ સ્વગુણાનુભૂતિમાં પરિણમ્યો (તારણો રે).
રાજીમતિજીની સાધનાયાત્રામાં રાગદશાનું શિથિલ થવું અને વૈરાગ્યની ધારા પર ચઢી વીતરાગતા ભણી જવાનું કેવી રીતે થયું એ પૂજ્યપાદ આનન્દઘનજી મહારાજે શ્રી નેમિ જિન સ્તવનાની ચૌદમી કડીથી વર્ણવ્યું છે.
મહાસતીજીની રાગદશા તત્ત્વચિન્તન દ્વારા દૂર થઈ છે. “ધારણ.' મોહદશા ધરી ભાવના રે, ચિત્ત લહે તત્ત્વવિચાર; વીતરાગતા આદરી રે, પ્રાણનાથ નિરધાર...૧૪.
અત્યાર સુધી મોહદશા ધરીને વિચારેલું. હવે ચિત્તમાં તાત્ત્વિક ખ્યાલ ઊપજે છે. અને ત્યારે ખ્યાલ આવે છે કે પ્રભુ તો વીતરાગ દશા પામી ચૂક્યા છે.
ઘમ્મરવલોણું ચાલે છે મહાસતી રાજીમતીજીના હૃદયમાં : સેવક પણ તે આદરે રે, તો રહે સેવક મામ;
૫૬
પ્રગટયો પૂરન રાગ
Page #64
--------------------------------------------------------------------------
________________
આશય સાથે ચાલીએ રે, એહિ જ રૂડું કામ...૧૫.
સ્વામી જો વીતરાગ દશાને પામી ચૂક્યા છે, તો મારે પણ એ પથ પર જવું જોઈએ. સ્વામીના આશય, ભાવ સાથે કદમ કદમ મિલાવીને ચાલવું એ જ તો સેવકનું કાર્ય છે. આ વિચાર મહાસતીજીને વિરાગની દીક્ષા આપે છે. “પોષણ.'
આ તત્ત્વચિન્તન સમર્પણની ભૂમિકા પર જાય છે અને ત્યારે મહાસતીજીના હૃદયમાં જે ભાવો ઊછળ્યા તેને મહાકવિએ શબ્દબદ્ધ કર્યા :
ત્રિવિધ યોગ ધરી આદર્યો રે, નેમિનાથ ભરતાર; ધારણ પોષણ તારણો રે, નવસર મુગતાહાર...૧૬.
પ્રભુને મુક્તાહારની જેમ હૃદયમાં ધારવાનું, પધરાવવાનું કાર્ય મહાસતીજીએ કર્યું અને મન-વચન-કાયાના એ સમર્પણ દ્વારા પ્રભુ તરફથી ધારણ, પોષણ, તારણ મળ્યાં.
રાગદશામાંથી શુભમાં જવાનું, શુભમાં વેગ લાવવાનું અને શુભને શુદ્ધમાં પલટાવવાનું કાર્ય પ્રભુપ્રસાદ રૂપે મળ્યું મહાસતીજીને.
રાજુલનારી રે તારી મતિ ધરી, અવલંખ્યા અરિહન્તો છે.' સારી મતિ એટલે મેધા, પ્રજ્ઞા.
અહંકાર સાથે જોડાયેલી વિચારસરણી તે બુદ્ધિ. શ્રદ્ધા સાથે જોડાયેલું ચિન્તન તે મેધા.
રાજીમતિજીની મેધાએ પ્રભુનાં ચરણે એમને સમર્પિત કર્યા.
અને એ સમર્પણ થયું. હવે બાકી શું રહ્યું ? “ઉત્તમસંગે રે ઉત્તમતા વધે, સધે આનન્દ અનન્તો છે.” પ્રગટ્યો પૂરન રાગ
પ૦
Page #65
--------------------------------------------------------------------------
________________
અહીં સંગનો અર્થ છે સમર્પિત અને એટલે જ નિર્મળ ચિત્તવૃત્તિની પૃષ્ઠભૂ પર પડેલ પ્રભુગુણોનું પ્રતિબિમ્બ.
સમર્પણની ભૂમિકા મનને દર્પણ જેવું નિર્મળ બનાવે છે. સમર્પણ આવ્યું. વિકલ્પો ગયા. મનની સપાટી સ્વચ્છ. ત્યાં પડે પ્રભુગુણનું પ્રતિબિમ્બન.
ઉત્તમસંગે રે ઉત્તમતા વધે, સધે આનદ અનન્હો જી...' સમર્પણની ભૂમિકા આવી. પરમાત્માની વીતરાગ દશા ગમી ગઈ. એનું પ્રતિબિમ્બન ભીતર પડ્યું. રાગદશા છું!
શુભમાંથી શુદ્ધ ભણીની યાત્રા શરૂ થઈ. અને નિજ સ્વરૂપની પ્રાપ્તિ . થઈ. આનન્દ જ આનન્દ.
‘ઉત્તમસંગે.”
આદ્ય શંકરાચાર્યે સત્સંગ કઈ રીતે જીવન્મુક્ત દશા તરફ દોરી જાય છે એની વાત કરી છે :
सत्सङ्गत्वे निःसङ्गत्वम् । निःसङ्गत्वे निर्मोहत्वम् । निर्मोहत्वे निश्चलतत्त्वम् । निश्चलतत्त्वे जीवन्मुक्तिः।
પહેલું ચરણ : સત્સંગથી અસંગ દશા. સંતોનો સંગ જેમ ગમશે, તેમ પદાર્થોનો અને વ્યક્તિઓનો સંગ છૂટશે. અનિવાર્યપણે કરવો પડે એટલો સંગ થયા કરે, પણ એમાં રસવૃત્તિ ન હોય. દેહમાં રહેવા છતાં દેહાધ્યાસ પણ નહિ હોય ને !
ઉત્તરાધ્યયન સૂત્રે કહ્યું છે : “સિદ્ સિદહિં, તોસપોર્દિ વિમુe fમg'. જ્યાં જ્યાં સ્નેહ થઈ શકે તેમ હોય ત્યાં અને આ શ્રમણનું સૂત્ર છે, જેના દ્વારા તે દોષોના સમૂહથી મુક્ત બને છે.
૫૮
પ્રગટ્યો પૂરન રાગ
Page #66
--------------------------------------------------------------------------
________________
ખરેખર તો, સ્નેહકર પદાર્થ કે વ્યક્તિ કે શરીર નથી; સ્નેહને કરનાર છે વ્યક્તિની પોતાની ગલત માન્યતા.
થોડુંક વિચારીએ. વ્યક્તિ સ્નેહ શા માટે કરે છે ? એટલા માટે કે એનાથી પોતાને સુખ મળશે તેમ એ માને છે. હકીકતમાં સુખ પદાર્થોમાં કે કોઈ વ્યક્તિઓમાં છે કે તમારી પોતાની ભીતર છે ?
અત્યારે તો, તમને તમારી અંદર રહેલ આનન્દનો પણ અનુભવ નથી. સુખ નામની સંઘટનાને તમે સંયોગજન્ય તરીકે માનો છો અને એથી પ્રયાસ કર્યા કરો છો કે આનાથી સુખ મળશે કે પેલાથી.
તો, પદાર્થ કે વ્યક્તિઓ સ્નેહકર નથી, તમારી માન્યતામાં સુખ આપનાર પદાર્થ તરીકે અમુક પદાર્થ સ્નેહકર તરીકે સ્વીકૃત થયેલ છે.
આ માન્યતાને નિરાધાર કરવા માટે સૂત્ર આવ્યું : “સિહ સિદહિં.' સ્નેહકર તત્ત્વો સાથે અસ્નેહ.
અસંગ એટલે બીજાનો સંગ છૂટ્યો. સ્વના સંગમાં ચાલવાનું. કવિ હર્ષ બ્રહ્મભટ્ટ યાદ આવે : અહમના આ ફુગ્ગાને ફોડી તો જો, પછી તાર સઘળાં તું જોડી તો જો ! ...રઝળપાટ છોડી, પલાંઠી લગાવી, ખીલો ક્યાંક ભીતર તું ખોડી તો જો !
પહેલાં પરમ મૌન તું સાધજે મન, પછી આ બધા શબ્દ છોડી તો જો !
બીજા એક કાવ્યમાં આ જ કવિએ પોતાની સાથેની પોતાની મુલાકાતને આ રીતે વર્ણવી છે :
એકલો હું ક્યાં કદીયે હોઉં છું ? હું હંમેશાં મારી સાથે હોઉં છું.
પ્રગટયો પૂરવ રાગ
૫૯
Page #67
--------------------------------------------------------------------------
________________
મૌનની મહેફિલ અનેરી હોય છે, હું જ શાયર, હું જ શ્રોતા હોઉં છું. ...નાદરૂપે હું પ્રગટતો હોઉં છું, હું જ વીણા, તાર પણ હું હોઉં છું. ડૂબવા-તરવા વિશે ક્યાં ભેદ છે ? હું જ હોડી, હું સમંદર હોઉં છું..
સત્સંગથી અસંગ દશા.
સજ્જનોનો સંગ એટલે ગુણોનો સંગ. એથી પોતાની ભીતર રહેલ . ગુણોનો ખ્યાલ આવે. અને સંગ થાય. બીજાની સાથે રહેવું તે સંગદશા. પોતાના ગુણોના સંગમાં રહેવું તે અસંગ દશા.
બીજું ચરણ : “નિ:સત્વે નિત્વમ્'. સંગ નથી, તો મોહ ક્યાંથી થશે ? શેનો થશે ? તમે છો તમારા ગુણોના આસ્વાદમાં. અહીં છે આનન્દ જ આનન્દ.
મોહ એટલે શું ? પદાર્થો કે વ્યક્તિઓ આદિના સંગ વડે ઊપજેલી સુખ-દુઃખની કલ્પનાઓ, વિકલ્પો.
નિર્મોહ દશામાં નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂ પર તમે તમારા આનન્દને હાથવગો કરવાની યાત્રા પ્રારંભો છો.
કમ સે કમ, વિકલ્પો સાવ નકામા છે, આવો સ્વીકાર ભીતર થાય તો એ યાત્રાનું પ્રારંભબિન્દુ બની શકે.
કાંટાથી કાંટો નીકળે એ રીતે વિકલ્પોથી વિકલ્પો નીકળી શકે. વિકલ્પો નકામા છે' આ પણ એક વિકલ્પ જ છે, પણ એ વિકલ્પ જો સુદઢ હશે તો એ બીજા વિકલ્પોને કાઢી શકશે અને પછી એ પોતેય જતો રહેશે. કાંટાને કાઢ્યા પછી પોતાના હાથમાં કાંટો રાખીને કોઈ ફરતું નથી. આ કાંટો સાધન હતું, પેલા કાંટાને કાઢવા માટે. સાધ્ય મળી ગયું. હવે સાધન જતું રહેશે.
૬૦
પ્રગટ્યો પૂરન રાગ
Page #68
--------------------------------------------------------------------------
________________
આપણા પક્ષે એવું બને કે વિકલ્પો જાય નહિ. મનને ટેવ પડેલી છે, એટલે વિકલ્પો આવ્યા કરે; પણ અણગમતા મહેમાનની પેઠે એની નોંધ ન લેવાય એવું તો બની શકે જ.
તમે છો ચિદાકાશમાં. વિકલ્પો છે ચિત્તાકાશમાં. એ હોય તોય તમને શું ? તમે તમારા ચિદાકાશમાં રહોને !
મૂળ તો, વિચારો જોડેની સાંઠગાંઠ આપણને નડે છેઃ મારા વિચારો. વિચારોને લાગેલું આ વિશેષણ (મારા) ખેરવી નાખો. હવે જુઓ, વિચારો નડે છે ?
ત્રીજું ચરણ : નિર્મોહલ્વે નિશ્ચલતત્ત્વમ્... અસંગ અને અમોહ પછીની ભૂમિકા છે સ્વ-રૂપની અનુભૂતિ. ‘નિર્મોહત્વે નિશ્ચલતત્ત્વમ્.’ પરમાં ‘હું’પણાની બુદ્ધિ હતી, એ જ તો અવરોધક હતી. એ ગઈ એટલે હવે સ્વરૂપમાં જ સ્થિતિ.
નિશ્ચલતત્ત્વ. ચૈતન્યદશા. એનો સ્પર્શ. પૂજ્ય આનન્દઘનજી મહારાજના ગાનમાં આપણેય સાદ પૂરાવીએ : ‘અબ હમ અમર ભયે, ન મરેંગે...’
"
‘મર્યો અનન્તકાલ તે પ્રાણી, સો હમ કાલ હરેંગે...' જે કાળે શરીરનાં પરિવર્તનો દ્વારા મરણશીલતાનો આભાસ કરાવેલ, એ કાળને જ રવાના કરી દઈશું ! હવે મૃત્યુ ક્યાં છે ? ‘નૈનં છિન્દ્રન્તિ શસ્ત્રાળિ, નૈનં વૃતિ પાવ.....' શસ્ત્રો એને છેદી ન શકે. અગ્નિ એને પ્રજાળી ન શકે. ‘ન હન્યતે હૈંચમાને શરીરે...'
કવિ રાજેન્દ્ર શાહ એ ચૈતન્ય તત્ત્વનું મિલન થતાં ભીતર રચાતી સ્થિતિનો અંદાજ આપે છે :
રઢ જેની અન્તરે `રહી, એનું થતાં મિલન; લેશ અભાવ ક્યાંય ના,
પ્રગટ્યો પૂરન રાગ
૬૧
Page #69
--------------------------------------------------------------------------
________________
તું ય રહે ન મન; તું એ જ તેજ, એ જ મંત્ર, એ જ એક ઓમ...
ચોથે ચરણ : “નિશ્ચત્તતત્ત્વ નીવન્મુકિ' હું દેહમાં રહેવા છતાં દેહ નથી, અસીમમાં ફેલાયેલ ચૈતન્ય છું આ ભાવ જીવન્મુક્ત દશાને આપે છે. સશરીર મુક્તિ. યાદ આવે કવિશ્રી રાજેન્દ્ર શાહ :
હું જ રહું વિલસી સહુ સંગ ને, હું જ રહું અવશેષે....
આ જીવન્મુક્ત દશાની હૃદયંગમ વાત પંચવિંશતિકામાં પૂજ્ય , મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે કરી છે : આત્મભાવમાં સતત જાગૃતિ, બહિર્ભાવમાં સુષુપ્તિ, બાહ્ય પદાર્થોમાં ઉદાસીન ભાવ અને સ્વગુણોની ધારાની લીનતા; જીવન્મુક્ત દશા છે આવી વૈભવપૂર્ણ
“ઉત્તમસંગે રે ઉત્તમતા વધે, સધે આનન્દ અનન્તો જી...' બસ, પછી છે આનન્દ જ આનન્દ. પ્રભુના ગુણોનો આસ્વાદ એકવાર લીધા પછી બીજું બધું ખારું, તુચ્છ લાગવા માંડે છે.
મીરાં કહે છે : “યા બિન જગ સબ ખારો લાગે.” મહોપાધ્યાય યશોવિજય મહારાજ યાદ આવે : વાસિત હૈ જિનગુણ મુજ દિલકું, જૈસો સુરત બાગ; ઔર વાસના લગે ન તાકે, જસ કહે તૂ બડભાગ.
મારા હૃદયને પ્રભુના ગુણોએ એ હદે વાસિત, પ્રભાવિત કર્યા છે કે એ હૃદયમાં બીજા કશા વડે પ્રભાવિતતા થઈ શકે તેમ નથી.
‘ઉત્તમસંગે રે ઉત્તમતા વધે, સધ આનન્દ અનન્તો જી..”
પ્રગટ્યો પૂરન રાગ
Page #70
--------------------------------------------------------------------------
________________
તુમ મિટો તો મિલના હોય !
Page #71
--------------------------------------------------------------------------
________________
[૪]
: આધારસૂત્ર : '
ધર્મ અધર્મ આકાશ અચેતના, તે વિજાતિ અગ્રાહ્યોજી; પુગલ ગ્રહવે રે કર્મકલંકતા, વાધે બાધક બાહ્યો જી.૩.
[રાજીમતિજી વિચારે છે કે પંચાસ્તિકાયમય આ લોકમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય વિજાતીય (જડ) છે અને અગ્રાહ્ય છે. તે દ્રવ્યો અપરિણામી છે, કોઈનામાં ભળી શકતા નથી (પરિણમન કરતા નથી) તેથી મારે તેમનું કામ નથી.
પુદ્ગલાસ્તિકાય પણ જડ જ છે, પણ એની સાથે (શરીરરૂપ પુદ્ગલ, આહારના પુદ્ગલ દ્રવ્યો, ભાષા માટેના પુદ્ગલ દ્રવ્યો) જીવને લાંબા સમયથી સંબંધ છે, એથી અને તે ચલ અને પરિણામી હોવાથી તેને ગ્રહણ કરી શકાય છે; પરંતુ પુદ્ગલમાં રાગ, દ્વેષ કરવાથી, શુભ, અશુભ કર્મરૂપ પુદ્ગલ દ્રવ્યોના ગ્રહણથી આત્મા કલંકિત બને છે. અને પરિણામે, પરકર્તૃત્વ, સ્વગુણઅવરોધકતા આદિ બાધક બાહ્ય ભાવો વધે છે. માટે એની જોડે પણ મારે સંબંધ નથી કરવો.
(પાંચમા જીવાસ્તિકાય અંગે આગળની કડીમાં વિચારણા આવે છે.)]
૬૪
પ્રગટ્યો પૂરન રાગ
Page #72
--------------------------------------------------------------------------
________________
- સ્તવનાની ત્રીજી કડી
ઇ તુમ મિટો તો મિલના હોય!
પંચાસ્તિકાયમય છે આ લોક : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય અને જીવાસ્તિકાય.
આ પાંચ દ્રવ્ય સપ્રદેશ છે, એટલે અસ્તિકાય કહેવાય છે. કાળ દ્રવ્ય અપ્રદેશ છે. કુલ દ્રવ્ય છે, અસ્તિકાય પાંચ.
સાધનાના સન્દર્ભમાં કાળને જોઈએ ત્યારે આપણી પરંપરાનો મૂલ્યવાન શબ્દ યાદ આવેઃ વર્તમાન યોગ.
મુનિરાજ વહોરીને ઉપાશ્રય ભણી જતા હોય અને કોઈ શ્રાવક ભક્તિથી કહે કે, સાહેબજી ! મારે ત્યાં પધારી ! મને લાભ આપો ! ત્યારે મુનિરાજ કહેશે : વર્તમાન યોગ. એટલે કે મને માત્ર વર્તમાન ક્ષણ જોડે સંબંધ છે. હું થોડીવાર પછી તમારે ત્યાં આવીશ એવું વચન હું તમને ન આપી શકું. એ સમયે ખપ જેવું લાગે તો આવી શકું. ખપ જેવું ન લાગે તો ન આવું.
સાધનાના સન્દર્ભમાં માત્ર વર્તમાન એક ક્ષણનું જ મૂલ્ય છે. અતીત કાળ ગયો, ભવિષ્ય કાળ આવવાનો છે; સાધક સામે છે માત્ર વર્તમાનની એક ક્ષણ. જે ક્ષણને એણે ઉદાસીનભાવ વડે ભરી દેવાની છે. - સાધના કેટલી તો સરળ છે !
Page #73
--------------------------------------------------------------------------
________________
તમારી સામે રહેલ એક મિનિટને તમે ઉદાસીનભાવ વડે ભરી દો છો ત્યારે એના પછીની આવનારી મિનિટ એવી જ હશે. એના પછીની ક્ષણ પણ એની ફોટોકૉપી જેવી !
એક ક્ષણની સાધના તમારા જીવનને સાધનાના રંગે રંગી દે.
મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજ સાધના દ્વારા પોતામાં ઊતરવાની એક મોહક પદ્ધતિ બતાવે છે :
સહજ શક્તિ ઓર ભક્તિ સુગુરુ કી, જો ચિત્ત જોગ જગાવે; ગુણ પર્યાય દ્રવ્ય હું અપને, તો લય કેઈ લગાવે.
સ્વદ્રવ્ય, સ્વગુણ અને સ્વપર્યાયમાં જ રહેવું છે. એકવાર સ્વનો આનન્દ અનુભવ્યા પછી પર છૂટી જાય છે.
પણ સ્વાનુભૂતિ મેળવવી શી રીતે ? મઝાનો માર્ગ બતાવ્યો : ‘સહજ શક્તિ ઓર ભક્તિ સુગુરુ કી, જો ચિત્ત જોગ જગાવે..” એ માટે જરૂરી છે એક યોગ. એક સંબંધ. સહજ શક્તિ + સદ્ગુરુ ભક્તિ = સ્વમાં લય.
સહજ શક્તિ.
આપણી આત્મશક્તિ સ્વ તરફ જ ક્રિયાશીલ બને તેમ છે. પર તરફ તો વ્યક્તિ પોતાના વૈભાવિક રસને કારણે લઈ જાય છે.
પૂ. દેવચન્દ્રજી મહારાજ “અષ્ટપ્રવચન માતાની સક્ઝાયમાં કહે છે : વીર્ય સહાયી રે આતમ ધર્મનો, અચલ સહજ અપ્રયાસોજી; તે પરભાવે સહાયી કેમ કરે, મુનિવર ગુણ આવાસોજી.
પ્રગટ્યો પૂરન રાગ
૬૬
Page #74
--------------------------------------------------------------------------
________________
સ્વશક્તિ આત્મવીર્ય, જે અચલ, સહજ અને અપ્રયાસ છે તે આત્મધર્મને સહાય કરનાર છે. સાધક તે આત્મશક્તિને ૫૨ ભણી કેમ લઈ જઈ શકે ?
અપ્રયાસ શક્તિ. સ્વ તરફ શક્તિના ઝરણાને વહાવવામાં કોઈ આયાસ લાગતો નથી. શ્રમ ક્યાં પડશે ? પ૨ તરફ જવામાં. સીધી વાત છે : ક્ષમાભાવમાં તમે રહો. તમારો મનનો ઉપયોગ સ્વગુણ તરફ ગયો. થાક ક્યાંય છે અહીં ? પણ ક્રોધ કરો તો, સતત કલાક-બે કલાક. જ્ઞાનતત્તુઓ થાકી જશે. ૫૨ ત૨ફ જવાનું થયુંને !
NON
સહજ શક્તિ. આત્મશક્તિ. સ્વયંસંસ્ફૂર્ત આત્મશક્તિનું ઝરણું... મતલબ એ થયો કે તમારો રસ એક સાધક તરીકે માત્ર ને માત્ર સ્વ તરફ જવાનો હોય.
-
આ રસને જગવવાનું અને એને ચોક્કસ દિશા આપવાનું કાર્ય સદ્ગુરુ કરે છે. સાધક પોતાના હૃદયમાં રહેલ સદ્ગુરુ પ્રત્યેની ભક્તિથી સદ્ગુરુના એ પ્રસાદને ઝીલે છે.
-
તો, સહજ શક્તિ અને સદ્ગુરુ ભક્તિનો યોગ સધાયો તો સ્વમાં સ્વનો લય. ‘ગુણ પર્યાય દ્રવ્ય સું અપને, તો લય કેઈ લગાવે...’
સ્વમાં સ્વના લય માટે પરથી પોતે ભિન્ન છે, ૫૨ સાથે પોતાનો તાદાત્મ્ય સંબંધ કોઈ રીતે થઈ શકે તેમ નથી આ ચિન્તન દૃઢ થવું જોઈએ. મહાસતી રાજીમતિજીએ કરેલ આ ચિન્તનાને શબ્દદેહ આ કડી
આપે છે :
ધર્મ અધર્મ આકાશ અચેતના, તે વિજાતિ અગ્રાહ્યો જી; પુદ્ગલ ગ્રહવે રે કર્મકલંકતા, વાધે બાધક બાહ્યો જી.
પ્રગટ્યો પૂરન રાગ
65
Page #75
--------------------------------------------------------------------------
________________
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય (જીવને ગતિ, સ્થિતિ અને અવકાશ-જગ્યા આપવામાં સહાયક) ત્રણે વિજાતીય-જડ છે, એટલે ચેતન એમની સાથે કેમ સમ્બદ્ધ થાય ? વળી એ ત્રણે અપરિણામી છે. તેઓ કોઈમાં ભળતા નથી, માટે તે અગ્રાહ્ય છે.
પુદ્ગલાસ્તિકાય પણ છે તો જડ જ; પણ એની સાથે જીવને અનાદિકાલીન સંબંધ છે. શરીર મોટું પુદ્ગલ અને એ મોટા પુદ્ગલને ટકાવવા નાના પુદ્ગલો-પરમાણુ પંજો.
પણ એ પુગલોને - આહાર વગેરેની સામગ્રી રૂપ કે પહેરવાઓઢવાની સામગ્રી રૂપ પુદ્ગલોને - લેતી વખતે રાગ, દ્વેષ થઈ જાય તો? તો કર્મબન્ધ થશે.
એટલે, બે તારણ થયાં : (૧) આત્મા દેહવિમુક્ત બની સિદ્ધશિલા પર જાય ત્યારે પુદ્ગલ દ્રવ્ય જોડેનો સંબંધ કાયમ માટે ગયો. (૨) દેહ છે ત્યાં સુધી ખોરાક આદિ રૂપે પુદ્ગલ દ્રવ્યો લેવાના હોય ત્યારે અનાસક્ત ભાવે સાધક લે.
પરપ્રવૃત્તિ કરતાં રસ છલકાયો તો રાગજન્ય કર્મબન્ધ થવાનો જ. પણ અનિવાર્ય વૈભાવિક પ્રવૃત્તિ કરતી વખતે રસવૃત્તિ ન હોય તો કર્મબન્ધને રોકી શકાય. ક્રિયા પરમાં. રસ સ્વનો.
આ સન્દર્ભમાં બહુમૂલ્ય વચન પૂ. દેવચન્દ્રજી મહારાજે “અષ્ટ પ્રવચન માતાની સક્ઝાયમાં આપ્યું છે :
વચનાશ્રવ પલટાવવા, મુનિ સાધે સ્વાધ્યાય સલુણા; તેહ સર્વથા ગોપવે, પરમ મહારસ થાય...
ત્રણ ચરણો અહીં થયાં : વચનાશ્રવ (અશુભ), સ્વાધ્યાય (શુભ), વચન ગુપ્તિ (શુદ્ધ).
૬૮
પ્રગટ્યો પૂરન રાગ
Page #76
--------------------------------------------------------------------------
________________
કંઈક બોલવાનો વિચાર થયો. બોલવાના વિચારના મૂળમાં - પ્રાકૃત જન માટે - સંભવે છે આ વાત : અહમના વિસ્તારની. મને કોઈક પ્રબુદ્ધ તરીકે જાણે. સમાજની સ્વીકૃતિની – રેકગ્નાઈજેશનની – અપેક્ષા.
એક લોકકથા યાદ આવે છે. જમણવાર એક શ્રીમંતે યોજેલ. એમની ઇચ્છા કે જમતી વખતે કોઈ બોલે નહિ તો રૂપિયા “સી”નું ઈનામ આપવું. તેમણે જાહેરાત પણ કરેલી. પરંતુ લોકો તો જમતા જાય ને બોલતા જાય. લગભગ ભોજન-સમારોહ પૂરો થવા આવ્યો ત્યારે ચાર બહેનપણીઓ આવી : નક્કી કરીને કે ઈનામ લઈ જવું ચારેએ.
એમનું ભોજન શરૂ થયું. લોકો લગભગ વિદાય થયા એટલે મંડપમાં શાન્તિ છવાવા લાગી. શાન્તિ તો અનુભવવાની ચીજ છે. પણ શાન્તિ અનુભવીને પહેલી બહેનપણી બોલી : “કેવી શાન્તિ લાગે છે હવે ! કેવો અવાજ આવતો'તો .” થયું. એ તો ગઈ ઇનામમાંથી. - બીજા નંબરની બહેનપણીને પહેલી પર બહુ પ્રેમભાવ. એને આ ન ગમ્યું. એને થયું કે આ બોલી કેમ. ખરેખર તો એણે ઇશારાથી આ વાત જણાવવી જોઈએ. પછી બીજી બોલી ઊઠી : “કેમ બોલી ?” ખલાસ, બીજીનુંય ઈનામ ગયું.
ત્રીજીને થયું કે પહેલી તો બોલી તો બોલી. ભૂલથી બોલી ગઈ; પણ આને બોલવાની જરૂર ક્યાં હતી ? આટલું વિચારવા છતાં એણીએ બોલવાની ભૂલ કરી. એ બીજીને કહે : “પેલી તો બોલી તો બોલી, તું કેમ બોલી ?' થયું. આનું કામ પૂરું થયું.
ચોથીએ ટક્કર ઝીલી. એણીએ નક્કી કર્યું કે મારે તો બોલવું નથી જ. પેલા શેઠનેય થયું કે કદાચ આ એક બહેન ઈનામ લઈ જશે.
દાળ-ભાતનાં કોળિજ્યાં શરૂ થયાં. પેલા શેઠે રૂ. ‘સો'ની એક નોટ બહાર રાખી. બીજી બધી મૂકી દીધી ખિસ્સામાં. છેલ્લાં કોળિયાં બે-ચાર
પ્રગટ્યો પૂરન રાગ
૬૯
Page #77
--------------------------------------------------------------------------
________________
બાકી હતાં ને, ચોથી બહેનપણીને થયું કે આ ત્રણે બોલી ગઈ; પણ પોતે કેવી મક્કમ રહી..
પછી -
એય આખરે તો આ જ નાતની હતીને ! પોતાની વાત પોતાના મનમાં એ ન રાખી શકી. એ છેલ્લા કોળિયે બોલી ગઈ, એઠા મોઢે : તમે ત્રણે બોલ્યા.... હું કંઈ બોલી ?
બોલ્યું નહિ, બોળ્યું ! ૧૦૦ રૂપિયાનું ઇનામ હાથમાં આવતાં આવતાં ગયું.
શબ્દોની પાછળ છે એષણા : અહમૂના વિસ્તારની. આખરે, સામાન્ય મનુષ્યોના કૃતિત્વની પાછળ પણ શું હોય છે ? "
જે વચન અહંકાર આદિ દ્વારા કર્મબન્ધ તરફ લઈ જાય તેને કહેવાય વચનાશ્રવ. આને પલટાવવા માટે મુનિ કરશે સ્વાધ્યાય. વચનાથવ પલટાવવા, મુનિ સાથે સ્વાધ્યાય...”
સ્વાધ્યાય. પરમાત્માના પ્યારા, પ્યારા શબ્દોનું અહોભાવ પૂર્વક વાચન, શ્રવણ.
અહંકારનું સ્થાન અહોભાવે લીધું. અશુભમાંથી શુભના મુકામે યાત્રા પહોંચી.
હવે ?
બોલવાનું જ બંધ થઈ જાય અને સાધક સ્વની અનુભૂતિમાં સરી પડે. શુદ્ધના પ્રદેશની યાત્રા શરૂ.
સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહેતા બ્રાહ્મણો જમવા ભેગા થયા હોય અને પતરાળામાં લાડુ-દાળ પીરસાતા હોય ત્યારે અવાજ-અવાજ હોય ૭૦
પ્રગટ્યો પૂરના રાગ
Page #78
--------------------------------------------------------------------------
________________
ભોજન ખંડમાં. પણ જ્યાં “હર હર” થાય અને જમવાનું શરૂ થાય ત્યાં અવાજ કેવો ?
એમ અનુભૂતિની ભૂમિકા પહેલાં હોય શબ્દો જ શબ્દો. પણ અનુભૂતિ થઈ. હવે શબ્દોનું ક્યાં પ્રયોજન છે ?
સાધનાનો રસ કેવા તો ભીતરી આનન્દલોકમાં સાધકને પ્રવેશ આપી શકે છે! પ્રભુ મહાવીર દેવની સાધનાનો એક પ્રસંગ ચિત્તને હલબલાવી મૂકે તેવો છે.
પ્રભુ ખંડેરમાં બિરાજમાન છે. ધ્યાન પૂર્ણ થયું છે. તે વખતે કો'કે પૂછ્યું : કોણ છે અંદર ? પ્રભુ કહે છેઃ હું ભિક્ષુ છું. તે સમયે એ પ્રશ્નકર્તાને પોતાને ત્યાં રહેવાથી અપ્રીતિ થાય એવું છે તેમ પ્રભુને લાગે છે તો પ્રભુ ત્યાંથી ચાલી નીકળે છે.
પણ એ વ્યક્તિ અકારણ ગુસ્સે થાય છે, મુંડિયાઓ ક્યાંથી નીકળી પડ્યા છે; એવું કહે તો પ્રભુ માત્ર સાંભળી લે. બહુ મઝાનું સૂત્રખંડ છે : સાપ જ્ઞા...' આવી વ્યક્તિ કષાય કરતી હોય અને પ્રભુ ધ્યાન કરે છે. પોતાનું પોતાની ભીતર સરવું. કેવો તો પ્રગાઢ આનન્દ ત્યાં છે !
આ આનન્દને આસ્વાહ્યા પછી પુદ્ગલની દુનિયામાં-પરભાવમાં જઈ શકાય ખરું ?
પુદ્ગલ ગ્રહવે રે કર્મકલંકતા, વાધે બાધક બાહ્યો છે.” જીવ સ્વરૂપને સમ્યક્ રીતે સમજ્યા પછી સંવર, નિર્જરાની ભૂમિકા પર જશે. અજ્ઞાન દશામાં આત્મા જ્યારે સ્વરૂપને ન સમજ્યો ત્યારે રાગ, દ્વેષ કરીને એણે ઘણો કર્મબન્ધ કર્યો. આ વ્યક્તિ સારી, આ વ્યક્તિ ખરાબ; આ પદાર્થ સારો, આ પદાર્થ ખરાબ; આ માન્યતા વડે કર્મબન્ધ થયા જ કર્યો.
પ્રગટ્યો પૂરન રાગ
૭૧
Page #79
--------------------------------------------------------------------------
________________
પ્રભુએ સાધકને કેવી મઝાની જીવનપદ્ધતિ આપી ! સાધુ વસ્ત્રો ધારણ કરશે, શરીર છે તો વસ્ત્રો જોઈશે; પણ એ વસ્ત્ર સંયમિજીવનની મર્યાદા માટે જ રહેશે. દેહને એ દ્વારા શણગારવાની કોઈ ઇચ્છા નહિ હોય. દશવૈકાલિક સૂત્ર યાદ આવે : ‘તંત્તિ સંનમતખટ્ટા, ધાતિ પરિનિંતિ ઞ...’
સદ્ગુરુ સાધક પર આ જ લયમાં તો કામ કરે છેને ! બહુ મઝાના શ્લોકોમાં સદ્ગુરુના આ કાર્યને બિરદાવવામાં આવ્યું છે:
ये दत्वा सहजानन्दं, हरन्तीन्द्रियजं सुखम् । सेव्यास्ते गुरवः शिष्यै- रन्ये त्याज्याः प्रतारकाः ।।
यथा वह्निसमीपस्थं, नवनीतं विलीयते ।
तथा पापं विलीयेत, सदाचार्यसमीपतः ।।
સદ્ગુરુ આપે છે સહજ આનન્દ.
સહજ. અકૃત્રિમ.
પદાર્થો કે વ્યક્તિઓને મળવા દ્વારા મળતો આનન્દ અસહજ છે. કારણ કે એ પર દ્વારા જન્ય છે. સદ્ગુરુ તમારી પોતાની ભીતર રહેલ આનન્દ જોડે તમારો સાક્ષાત્કાર કરાવે છે. તમારી ભીતર વહી રહેલ આનન્દના ઝરણા સાથે તમને સમ્બદ્ધ કરી આપે છે.
સહજનો અન્ય અર્થ છે સાથે ઉત્પન્ન થયેલ. તમે જેટલા જૂના છો, એટલો જ જૂનો તમારો આ આનંદ છે. પણ રતિ-અતિના પ્રવાહમાં જઈને આપણે આપણા આ સ્વરૂપને ભૂલી ગયેલા.
સદ્ગુરુ આપણને આપણા એ સહજ આનન્દની સ્મૃતિ કરાવે છે. અને એ સ્મૃતિ એ આનન્દના સાક્ષાત્કાર ભણી ઢળે છે.
સદ્ગુરુ તમારા સહજ આનન્દનું સ્મરણ શી રીતે કરાવે છે ?
પ્રગટ્યો પૂરન રાગ
૭૨
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રક્રિયા આવી છે : ભક્ત સદ્ગુરુ પાસે જાય છે : અહોભાવથી ભરાઈને.
અહોભાવપૂર્ણ નેત્ર વડે જ્યારે ભક્ત સદ્ગુરુને નીરખે છે ત્યારે તેમના ચહેરા પર રહેલ દિવ્ય આનન્દને તે જુએ છે. પૂરા અસ્તિત્વમાંથી વહી આવતી આનન્દ રસની ધારાને તે નીરખે છે. સાનન્દાશ્ચર્ય તે નિહાળે છે ગુરુમુખને આવો દિવ્ય આનન્દ !
અને ત્યારે સદ્ગુરુ કહે છે : બેટા ! તારી ભીતર પણ આવો જ આનન્દ પડેલ છે. માત્ર તે એને પ્રગટ નથી કર્યો.
ભક્ત પૂછશે ? તો એને પ્રગટ કેમ કરી શકાય ?
સદ્ગુરુ કહેશે : રાગ, દ્વેષ અને અહંકારને શિથિલ બનાવીને તે આનન્દને ધીરે ધીરે અનુભવી શકાય છે.
અને ભક્ત પામે છે આનન્દમય લોકને..
વે રત્ના સહગાનન્દ દુરસ્તીન્દ્રિયજં સુવમ્.' તમારા દિવ્ય આનન્દનો આસ્વાદ કરાવીને સદ્ગુરુ ઇન્દ્રિયજન્ય સુખોને સુખાભાસ તરીકે સ્વીકારતા તમને કરી દે છે.
બીજા શ્લોકમાં કહ્યું કે જેમ માખણ આગની પાસે વિઘરાઈ જાય છે, ઢીલું થઈ જાય છે તે રીતે સદ્દગુરુની આભામાં પ્રવેશતાં તમારી પાપવૃત્તિ શિથિલ બની જાય છે.
સદ્ગુરુની આભાને, ઑરાને જો ઝીલવાનું બની શકે તો પાપો કરવાની ઇચ્છા જ વિલીન થઈ જશે. પરિણામે પાપો થશે નહિ.
આ રીતે, સદ્ગુરુ પૌદ્ગલિક - વૈભાવિક ધારામાંથી ઉઠાવી સાધકને સ્વભાવની ધારામાં મૂકે છે. અને ત્યારે સાધક નક્કી કરે છે કે હવે
પ્રગટ્યો પૂરન રાગ
Page #81
--------------------------------------------------------------------------
________________
વૈભાવિક દુનિયામાં નથી જ જવું: ‘પુદ્ગલ ગ્રહવે રે કર્મકલંકતા, વાધે બાધક બાહ્યો છે.” પુદ્ગલો સાથે રાગ-દ્વેષના લયમાં જો હું જોડાઈશ તો કર્મબન્ધ થશે અને બાકભાવ – પરભાવ કર્તૃત્વ, સ્વગુણરોધકતા અને જ્ઞાનાદિ ગુણોની વિપરીતતા - વધે છે, જે બાહ્ય છે. મારે તો મારા આત્તર સ્વરૂપને જ પુષ્ટ કરવું છે.
સદ્ગુરુ આપણા આત્તર સ્વરૂપ જોડે આપણને કઈ રીતે સમ્બદ્ધ કરી શકે છે એની મઝાની કેફિયત શ્રી બાબુભાઈ કડીવાળાએ તેમના દ્વારા રચિત એક પદમાં આપેલ છે.
પદનો ઉઘાડ આ રીતે થાય છે : “ઐસા સિદ્દસ દિઓ ગુમૈયા, પ્રભુ સે અભેદ હો જાઉ મેં..” ચિસ. પરમરસ. જેને માટે પૂ. આનન્દઘનજી મહારાજ કહે છે : સગરા હોય સો ભરભર પીવે, નગરા જાયે પ્યાસા....”
સગરો. ગુસમર્પિત વ્યક્તિત્વ. જે પોતે ન રહ્યો, સદ્ગમાં ભળી ગયો તે સગરો. ‘વન પ્લસ વન ઇક્વલ ટુ વન.'
આ સગરાને પ્યાલાના પ્યાલા ભરી ચિદૂસ પીવા મળે છે. શું કરે આ ચિદ્રસ ?
પરમાત્મા સાથે અભેદાનુભૂતિ કરાવે. સ્વગુણની ધારામાં એક સાધક વહે છે, તો એની ભીતર ક્ષમાગુણનું એક ઝરણું પ્રગટ્ય... પ્રભુ છે ક્ષમાગુણના સમન્દર, સાધક છે ક્ષમાગુણનું ઝરણું. હવે ઝરણું સમન્દરમાં મળે, ભળે... થયો અભેદાનુભવ.
७४
પ્રગટ્યો પૂરન રાગ
Page #82
--------------------------------------------------------------------------
________________
સ્વગુણાનુભૂતિની આંશિક ઝલક તે સમ્યગ્દર્શન. અને એટલે અહીં પ્રાર્થના થઈ
સબ અન્ધકાર મિટા દો ગુરુમૈયા, સમ્યગદર્શન પાઉં મેં..
દોષોનો અન્ધકાર છૂ થઈ રહે સદ્ગુરુના એક કૃપાકટાક્ષ અને સ્વગુણાનુભૂતિનો ઉજાશ રેલાયા કરે.
જો કે, વાત ધારીએ છીએ એટલી સરળ નથી. હા, સદ્ગુરુદેવનો શક્તિપાત થઈ રહે તો એ સરળતમ ઘટના છે : પરમ રૂપને પિછાણવું અને એ દ્વારા પોતાની ભીતર જવું. સદ્ગુરુદેવને શક્તિપાત માટે વિનતિ : પ્રભુ સ્વરૂપ હૈ અગમ અગોચર, કહો કૈસે ઉસે પાઉં મેં ? કરો કૃપા કરુણારસ-સિન્ધ, મૈ બાલક અજ્ઞાની હૂં..
પરમાત્માનું સ્વરૂપ બુદ્ધિને માટે અગમ્ય. ઇન્દ્રિયોનો ત્યાં વિષય નહિ. શી રીતે એને પામવું? કરુણારસસિન્થ ગુરુદેવ ! આપ કૃપા કરો ! - સદ્ગુરુના શક્તિપાતને ઝીલવાની સાધકની સજ્જતાનું પણ અહીં ધ્યાન કરાયું : “મેં બાલક અજ્ઞાની હૂં...' અહંકારની ધારા શિથિલ બની અને અહોભાવની ધારા પ્રગાઢ બની. શક્તિપાતને ઝીલવા માટેની સજ્જતા પ્રગટી.
જો કે, સાધકને સજજ બનાવવાનું કામ પણ સદ્ગુરુનું જ છે. સદ્ગુરુ બે રીતે કામ કરશે : પહેલાં સાધકને સજ્જ બનાવશે. પછી પરમ રસનું પાન કરાવશે.
પ્રગટ્યો પૂરન રાગ
૭પ
Page #83
--------------------------------------------------------------------------
________________
હૃદયની સપાટી ભીની, ભીની બને છે ત્યારે પરમ કૃપાના મેઘને એ ખેંચી લાવે છે.
પણ હૃદય તો છે કોરું-ધાકોર. સૂકું, સૂકું. કોરું, કોરું.
'
આ પૃષ્ઠભૂ પર સાધકની પ્રાર્થના આગળ વધે છે :
શિવરસ ધારા વરસાવો ગુરુમૈયા, સ્વાર્થવ્યાધિ મિટાઓ રે;
સવિ જીવ કરું શાસન રસિયા,
ઐસી ભાવના ભાવું મૈ...
!
પરાર્થરસિકતાની એવી એક રસધાર મારી ભીતર વહાવો, ગુરુમા કે સ્વાર્થનો જુગ-જુગનો જૂનો વ્યાધિ ટળી જાય. બધા જ પ્રાણીઓ પ્રભુશાસનના માર્ગે વળે એવો ભાવ મારા હૃદયમાં અવતરે. .
આ પરાર્થની ભીનાશ બનશે પૃષ્ઠભૂ. જે પર હું ચિદ્રસને ઝીલી
શકું.
ચિદ્રસ પરમ પ્રાપ્તિ કરાવશે. ચિદ્રસને ૫૨મ રસ પણ કહેવાય છે. સિદ્ધ રસ પણ કહેવાય છે. સદ્ગુરુએ સિદ્ધ કરી આપેલ રસ.
૭૬
ગુરુદેવ ! મારામાં ચિદ્રસને - સિદ્ધરસને ઝીલવાની ક્ષમતા પ્રગટી હોય તો મને એ આપો!
સિદ્ધરસ ધારા વરસાવો ગુરુમૈયા,
પરમાતમ કો પાઉ મૈ;
આનન્દ રસવેદન કર કે ગુરુજી,
પરમાનન્દ પદ પાઉં મૈ.....
સિદ્ધરસની - ચિદ્રસની ધારા મારી પર વરસાવો, ગુરુદેવ ! જેથી હું પરમાત્મસ્વરૂપની આછી સી ઝલક મેળવી શકું.
પ્રગટ્યો પૂરન રાગ
Page #84
--------------------------------------------------------------------------
________________
અને એ ઝલક મળતાં જ ભીતર રહેલું આનન્દઘનત્વ આળસ મરડીને બેઠું થાય છે. આનન્દ રસનું વેદન - અનુભવન હું કરું છું.
એક નવો જ લોક મારી સામે છતો થાય છે : આનન્દ લોકો શું આવો આનન્દ મારી ભીતર હતો ? ઓહ ! સગુરુદેવે કેવો તો ઉપકાર કર્યો કે મારા જ સ્વરૂપથી તદન વિખૂટા પડી ગયેલ મને મારા એ સ્વરૂપ સાથે મિલન કરાવ્યું.
TIO
સદ્ગુરુદેવના આ કૃપાદાનના ઋણમાંથી મુક્ત થવું એ સાધક માટે અશક્યપ્રાય છે. તો શું કરશે સાધક ?
વિશ્વ કલ્યાણી પ્યારી ગુરુમૈયા, તેરી કૃપા મેં ખો જાઉ મેં; દો ઐસા વરદાન ગુરુજી, તેરે ગુણ કો ગાઉ મેં.. ગુરુદેવ ! તમારી કૃપાના સાગરમાં બુન્દ બનીને હું ભળી જાઉં. શૂન્ય બનતાં શીખવે તે ગુરુ, શૂન્ય બનવા માટે રાજી હોય તે શિષ્ય.
સદ્ગુરુ-ચેતનાના સાગરમાં શિષ્યનું બુંદ બનીને ભળી જવું. યાદ આવે પેલા સદ્ગુરુ. જેમણે કહેલું : ‘તુમ મિટો તો મિલના હોય....”
અને એવું એક વરદાન આપો, ગુરુદેવ ! કે તમારા ગુણોને હું સતત ગાયા કરું.
આ ગાન.. જેમાં મારું અસ્તિત્વ ડૂબેલું હોય. યાદ આવે પેલો શ્લોક : जपकोटिसमं ध्यानं, ध्यानकोटिसमो लयः । लयकोटिसमं गानं, गानात् परतरं नहि ।।
પ્રગટ્યો પૂરન રાગ
ܦܢܦܢ
Page #85
--------------------------------------------------------------------------
________________
કરોડ જાપ જેટલું મૂલ્ય ધ્યાનનું, કોટિ ધ્યાન સમું મૂલ્ય લયનું. અને કોટિ લય સમ છે ગાન... ગાનથી આગળ - ભીતરની દુનિયામાં - કંઈ જ નથી.
લયમાં એક વ્યક્તિ ભીતર ડૂબે છે. માનમાં સમષ્ટિને ડુબાડવાની તાકાત છે.
પંડિત ઓમકારનાથ ઠાકુરે એકવાર સંગીતજ્ઞોની સભામાં માલકૌંશને ઘૂંટ્યો. ચારેક કલાક એ રાગને ઘૂંટ્યા પછી એમણે સભાને કહ્યું : તમે બધા જ સંગીતજ્ઞ છો. અર્ધી રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને તમને કોઈ પણ રાગ ગાવાનું કહેવાય તો તમે એ રાગ આલાપી શકો તેમ છો. હું ઈચ્છું . કે તમારા પૈકીનો કોઈ પણ સંગીતજ્ઞ અહીં મંચ પર આવીને માલકૌશ સિવાયનો રાગ ગાઈ બતાવે.
બે-ચાર સંગીતકારો મંચ પર આવ્યા. બીજો રાગ ગાવાની કોશિશ તેઓએ કરી. પણ તેઓ તેમાં નિષ્ફળ ગયા. કારણ કે પૂરું અસ્તિત્વ માલકૌંશમય બની ગયેલું.
Tનાત્ પરત નહિ.
ગુરુદેવ ! હું આપના ગુણોને ગાયા કરું. ચિરસને પીધા કરું. અને આનન્દલોકમાં પ્રવેશું..
સદ્ગુરુ આ રીતે આપે છે વિક્સ. સદ્ગુરુદેવ આપણા પર કઈ કઈ રીતે કામ કરે છે, તેની રોમહર્ષક વાત કવિ શ્રી રમેશ પારેખે એક ગીતમાં આલેખી છે :
ડૂમો દળી આપે તે ગુરુ ! અંધાપામાં આંખ ઉગાડી આપે તે ગુરુ. મારા રે ગુરુએ મારો ડૂમો દળી નાખ્યો, કડવો અજંપો મારો કરુણાથી ચાખ્યો.
૭૮
પ્રગટ્યો પૂરન રાગ
Page #86
--------------------------------------------------------------------------
________________
લઘર-વઘર મારી લાગણી પંપાળી, સત્ની કાંડીથી સંધી શંકા નાખી બાળી; આસ્થાને માંજી માંજી કીધી ઉજમાળી, મારા અંધારામાં રૂડી ઉગાડી રે આંખ્યો... મંદવાડ મારા માંહ્યલાનો હરી લીધો, લાહ્યની લતાડ કરી લોપ કરી દીધો; સુધની સાહ્યબી સોપી ન્યાલ-ન્યાલ કીધો, શૂનનો શ્રીકાર મારી બાંહ્ય સાહી દાખ્યો...
ભીતરના દર્દ (ડૂમા)ને ગુરુ દૂર કરી દે. અજ્ઞાનના અંધાપાને સદ્ગુરુ હરી લે. પરમ તત્ત્વની અપ્રાપ્તિના કારણે ભીતર પનપેલ અજંપાને ગુરુએ કરુણાથી સ્પર્યો. અને એ સ્પર્શ.. અજંપો છું !
1. ભક્તની જેવી તેવી (લઘર-વઘર) લાગણીઓને - સદ્ગુરુનાં શ્રી ચરણો તરફ વહેતી – ગુરુએ સન્માની. સત્યના પ્રકાશ વડે મારી શંકાઓ દૂર થઈ. મારી શ્રદ્ધાને સદ્ગુરુએ બળુકી બનાવી.
ભીતરની માંદગી ગુરુએ હરી લીધી. ભીતરની બળતરા (લાહ્ય)ને ગુરુએ નાની કરીને [(લતાડ) લાત મારીને] લુપ્ત કરી નાખી. જાગૃતિનો વૈભવ આપી મને ન્યાલ કર્યો, શૂન્યનો વૈભવ (શ્રીકાર) મારો હાથ પકડીને (સાદી) દેખાડ્યો.
પુદ્ગલ ગ્રહવે રે કર્મકલંકતા, વાધે બાધક બાહ્યો છે...'
ધર્માસ્તિકાય આદિ ત્રણ તો કોઈમાં ભળતા નથી એટલે એને સ્વીકારવાનો સવાલ આવતો નથી. પુદ્ગલદ્રવ્ય પુગલો સાથે અને આત્મદ્રવ્ય (અશુદ્ધ આત્મદ્રવ્ય) સાથે ભળે છે; પરંતુ એ પુદ્ગલમય આહારાદિને ગ્રહણ કરતાં જો રાગ-દ્વેષ ઊપજે તો કર્મબન્ધ થાય છે. આત્મા કર્મ વડે વધુ કલંકિત બને છે અને જે આત્માનો સ્વભાવ
પ્રગટટ્યો પૂરન રાગ
૭૯
Page #87
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપભોગનો જ છે, તે પરરૂપના - આહારાદિ દ્રવ્યના - ભાગમાં જવાથી આત્મસ્વરૂપમાં બાધક ભાવ ઉત્પન્ન થાય છે.
મહાસતી રાજીમતીજી કહે છે કે : આથી કરીને પાંચ અસ્તિકામાંથી ચાર અસ્તિકાય જોડેનો સંબંધ મેં ત્યાજ્યો છે.
અહીં એ યાદ રાખવું ઘટે કે સાધક પણ ભોજન વગેરે લેશે; પણ એ સમયે રાગ-દ્વેષ ન ઊપજે એની સાવધાની રાખશે. પરિણામે, ખાવા છતાં તે રાગ-દ્વેષજન્ય કર્મબન્ધમાં વધુ નહિ લપટાય.
કૂરગડુ મુનિરાજની કથા આપણે સહુએ સાંભળેલી છે કે વાપરતાં વાપરતાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલું.
0.
પ્રગટ્યો પૂરન રાગ
Page #88
--------------------------------------------------------------------------
________________
% 0% ‘વષ-બુન્દ સમુન્દ સમાની...”
Page #89
--------------------------------------------------------------------------
________________
: આધારસૂત્ર : *
''
રાગીસંગે રે રાગદશા વધે, થાય તિણે સંસારો જી; નીરાગીથી રે રાગનું જોડવું, લહિયે ભવનો પારો જી...૪
(રાજીમતિજી વિચારે છે કે આત્મા (જીવાસ્તિકાય) સકર્મક છે ત્યાં સુધી એ બીજા આત્મા જોડે સંગ કરે છે.
પરંતુ જો આત્મા રાગી વ્યક્તિત્વ સાથે સંગ કરશે તો તે પોતાના સંસારને વધારશે.
એની સામે, વીતરાગ પ્રભુ સાથે રાગ કરવાથી મોક્ષ થઈ શકે છે. માટે મારે વીતરાગ એવા નેમિનાથ પ્રભુ જોડે મારા મનને જોડવું જોઈએ.)
પ્રગટ્યો પૂરન રાગ
Page #90
--------------------------------------------------------------------------
________________
સ્તવનાની ચોથી કડી
૧ વર્ષાબુન્દ સમુન્દ સમાની
સંસાર અને મોક્ષની સરળ વ્યાખ્યા મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે આપી :
ક્લેશ વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવપાર... મનમાં રાગ, દ્વેષ અને અહંકારનું તોફાન ઘનીભૂત રીતે હોવું તે સંસાર. એ ન હોય તે સ્થિતિ તે મોક્ષ.
મોહનીય આદિ કર્મોના વિલય વડે મુક્તિની આ ભોમકા મળે. આ થઈ સિદ્ધાવસ્થાની વાત. સાધકના અંદાજમાં આ વાતને ઢાળતાં પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજે કહ્યું (અષ્ટ પ્રવચન માતાની સક્ઝાયમાં) :
મોહ ઉદયે અમોહી એહવા, શુદ્ધ નિજ સાધ્ય લયલીન રે...
મોહનો ઉદય ચાલતો હોય અને મુનિ હોય નિર્મોહી. એ વખતે ઉદયાધીન સ્થિતિમાં તેઓ નથી. ઉદય કર્મનો ચાલ્યા કરે, સાધક એમાં ભળે નહિ. તો સાધક ક્લેશોને પાર ! - જીવન્મુક્ત દશાના વર્ણનમાં આવે છે : “ના પ્રત્યાત્મનિ તે નિત્યમ્...' આત્મભાવમાં સતત જાગૃત હોય છે જીવન્મુક્ત સાધક. બની શકે કે અશાતા વેદનીયનો ઉદય ચાલી રહ્યો હોય, પણ એ તો શરીરના સ્તર પર. સાધકની આન્તર દશા તો આથી બિલકુલ અલિપ્ત છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
‘સમરાઇચ્ચ કહા’નો એક પ્રસંગ યાદ આવે : મુનિરાજ કાયોત્સર્ગ ધ્યાનમાં છે. પૂર્વ જન્મના વૈરાનુબન્ધને કારણે ત્યાં આવેલ એક બહેનને મુનિરાજને જોતાં જ ગુસ્સો આવે છે. એની આંખોમાં વૈરાગ્નિ પ્રજળે છે. મુનિરાજને ખતમ કરી નાખવાનો વિચાર કર્યો તેણીએ. જંગલમાંથી લાકડાં લાવી મુનિરાજના ખભા સુધી લાકડાંનો ઢગ કર્યો. ચિનગારી લગાવી. મુનિરાજની કાયા આગમાં ઝુલસી રહી છે. કેવી વેદના !
પણ એ તો આપણને લાગે. મુનિરાજ ક્યાં હતા ? તેઓ વેદનાની અનુભૂતિમાં નહોતા. તેઓ હતા આત્માનુભૂતિમાં. વિચાર આવ્યો તો એ આવ્યો કે મારી કાયા અત્યારે કેટલા બધા જીવોની વિરાધનાનું નિમિત્ત બની રહી છે. અગ્નિકાયના જીવોની વિરાધનાં. ઊડીને પડતા જીવોની વિરાધના... ધન્ય છે સિદ્ધ ભગવન્તોને; જેમને કાયા નથી.
તમે ઉપયોગને ક્યાં મૂકો છો, એના પર આખી વાત ઊભેલી છે. શરી૨ ૫૨ જ ઉપયોગ હોય તો, અશાતાના ઉદય વખતે પીડાનો અનુભવ થઈ શકે જ. પણ તમારો ઉપયોગ તમારા જ્ઞાન, દર્શન કે આનન્દ ગુણ પ્રતિ કેન્દ્રિત થયેલો હોય; અંદરના આનન્દને તમે માણી રહ્યા હો; ત્યાં આ સામાન્ય વેદનાની ગણતરી પણ ક્યાં હશે ? ખ્યાલ જ નહિ હોયને !
ખંધક મુનિરાજને અશાતા હતી શરીરના સ્તર પર; જયારે ચામડી ઉતારવામાં આવી રહી હતી ત્યારે; પણ એ આપણું દૃષ્ટિ બિન્દુ છે. તેમના છેડેથી વાતને જોઈએ તો, તેઓ પરમ આનન્દ રસમાં ડૂબેલ હતા.
એક વ્યક્તિને ચાર ડીગ્રી તાવ આવેલ છે. પીડા શરીરમાં છે. પણ એ વખતે સમાચાર આવે છે કે એને એક કરોડ રૂપિયાનું લૉટરીનું ઈનામ મળ્યું છે.
૮૪
પ્રગટ્યો પૂરન રાગ
Page #92
--------------------------------------------------------------------------
________________
ઉપયોગ એક કરોડ રૂપિયાની પ્રાપ્તિ ભણી ફંટાશે; શરીરમાંથી - શરીરની પીડામાંથી ઉપયોગ હટી જશે, એ સમયે એને તાવનો, તાવની પીડાનો ખ્યાલ સુદ્ધાં નથી.
ઉપયોગ અગણિત જન્મોથી પરમાં જ વહેતો આવ્યો છે. આપણે એને સ્વ ભણી કેન્દ્રિત ન કરી શકીએ ?
એક અમેરિકી પ્રોફેસર પત્ની સાથે ફરવા જઈ રહેલ હતા. અધવચ્ચે, જંગલમાં ગાડી સહેજ ઝાડ જોડે ટકરાઈ. પ્રોફેસરને થોડુંક વાગ્યું. લગભગ એ લોકો ફર્સ્ટ એઈડ બોક્સ લઈને નીકળતા હતા, આજે એ ભૂલાઈ ગયેલું હતું. બીજી કોઈ ગાડી એ નિર્જન સ્થળ ભણી આવતી ન લાગી. ન ફર્સ્ટ એઇડ બોક્સ, ન કોઈ સહાય. પ્રોફેસરને જ્યાં ટક્કર લાગેલી ત્યાં દુખાવો થતો હતો.
પત્નીએ પતિને કહ્યું : હું ધ્યાનના વર્ગોમાં જાઉં છું. અને ત્યાં હું એક વાત શીખી છું કે આપણે આપણા મનને બીજી બાજુ એકાગ્ર કરી દઈએ તો પીડા શમી જાય. - પ્રોફેસરને થયું : ચાલો, આનો પણ પ્રયોગ કરીએ. તેમણે ધ્યાનનો પ્રયોગ કર્યો. આંખો બંધ. રીઢ ટટ્ટાર. મનને પ્રભુમાં કેન્દ્રિત કર્યું. આશ્ચર્ય ! દુખાવો ગાયબ.
પાછળથી એ પ્રોફેસર ધ્યાન શીખવતા પ્રોફેસર બની ગયા.
બહુ મઝાનું સાધના સૂત્ર પૂ. દેવચન્દ્રજી મહારાજે અષ્ટપ્રવચન માતાની સઝાયમાં આપ્યું :
વીર્ય ચપળ પરસંગમી રે, એહ ન સાધકપક્ષ;
પ્રગટ્યો પૂરન રાગ
Page #93
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન ચરણ સહકારતા રે, વરતાવે મુનિ દક્ષ.”
આત્મવીર્ય - આત્મશક્તિ પર તરફ ઢળે એ સાધકને માટે યોગ્ય નથી. મુનિની આત્મશક્તિ જ્ઞાન અને ચારિત્રને જ પુષ્ટ કરે, સ્વ ભણી જ એ ઢળે.
સારણા (સ્મારણા), વારણા (નિષેધ), ચોયણા (કડક શબ્દો દ્વારા પ્રેરણા), અને પડિચોયણા (વધારે કડકાઈ)ની પદ્ધતિ આ માટે જ છેને !
ગુરુ શિષ્યને યાદ કરાવે; તે અભ્યાસ કર્યો ? ભક્તિ કરી ? અને એ રીતે શુભમાંથી શુદ્ધમાં - સ્વ ભણી એને ધકેલે.. પર તરફ જતા. શિષ્યને ના પાડીને પણ ગુરુ સ્વની બારી એના માટે ખોલી આપે. ચોયણા અને પડિચોયણામાં પણ આ જ વાત છે.
જપાનમાં એક ગુરુ હતા. તેઓ સડન એન્લાઇટનમેન્ટ - તત્ક્ષણ જાગૃતિ (તત્ક્ષણ શક્તિપાત) ના ગુરુ કહેવાતા.
જપાનના સમ્રાટનો મંત્રી એ ગુરુનો ભક્ત હતો. એકવાર એણે સમ્રાટને કહ્યું : ગુરુ ખૂબ ઊંચી કક્ષાના છે. આપણે તેમને આપણા મહેલે આમંત્રીએ.
સમ્રાટે હા પાડી. ગુરુને વિનંતી કરાઈ. ભવ્ય શામિયાણો બંધાયો. મઝાનો મંચ તૈયાર થયો. ગુરુ નિયત સમયે આવ્યા. મંચ પર બિરાજમાન થયા. પોતાની આગળ રહેલ ટેબલ પર ત્રણ મુક્કીઓ લગાવી અને ઊભા થયા. ચાલવા લાગ્યા. વિદાય.
સમ્રાટ આશ્ચર્યમાં પડી ગયો. આવા મોટા ગુરુના પ્રવચનને સાંભળવાનું હતું. ગુરુ તો કંઈ બોલ્યા જ નહિ. અરે, થોડીવાર રોકાયા હોત તોય ઠીક લાગત.... મન્ત્રીને સમ્રાટે પૂછ્યું : આ શું?
મસ્ત્રીએ કહ્યું : આ ગુરુનું આ સહુથી પ્રભાવશાળી પ્રવચન હતું. સામાન્યતયા ગુરુ મંચ પર બિરાજમાન થાય. લોકોની સામે જુએ. જે
૮૬
પ્રગટ્યો પૂરન રાગ
Page #94
--------------------------------------------------------------------------
________________
ભક્તો પૂરેપૂરા સજજ હોય, તેઓ ગુરુના દૃષ્ટિપાત વડે શક્તિપાતની દીક્ષા પામી જાય અને ગુરુ ચાલવા લાગે. આજે તો ગુરુએ કમાલ કરી ! ત્રણ મુક્કીઓ લગાવી...
મસ્ત્રી આગળ કહે છે : મહારાજ ! એ મુક્કી ગુરુની મેજ પર નહિ, આપણા અસ્તિત્વ પર પડેલી હતી... આપણા અસ્તિત્વ પર જામેલ રાગ-દ્વેષની ધૂળને ગુરુએ ખંખેરી નાખી ! આપણને સ્વચ્છ કર્યા.
સમ્રાટ સમજ્યો, ખુશ થયો.
પૂજ્યપાદ આનન્દઘનજી મહારાજનું એક ચોટડૂક વિધાન યાદ આવેઃ “ગુરુ મોહે મારે શબ્દ કી લાઠી, ચેલે કી મતિ અપરાધિની નાઠી...”
ગૌતમ સ્વામી મહારાજ અષ્ટાપદ પર યાત્રાર્થે ગયા અને ૧૫૦૦ તપસ્વીઓને તેમણે દીક્ષિત કર્યા અને નૂતન દીક્ષિતો કૈવલ્યને પામ્યા.
સદ્ગુરુ શિષ્યો પર કઈ રીતે કાર્ય કરે છે એનો અણસાર આ ઘટનામાંથી મળે છે.
ઘટના ઐતિહાસિક છે, પણ એના સાધક તરફ ખૂલતા સંકેતોને ખોલવા યત્ન કરીએ.
ગૌતમ... ગાય એટલે પવિત્રતા, ગૌતમ એટલે અત્યન્ત પવિત્ર સાધક.
બહાર તો અષ્ટાપદ પર્વત છે જ. આપણી ભીતર પણ એક અષ્ટાપદ છે. મૂલાધારથી લઈને આજ્ઞા સુધીનાં છ ચક્રો અને સાતમું સહસ્ત્રાર; આવી પદ્ધતિને સમાન્તર સાત ચક્ર + સહસાર એમ આઠ ચક્રોની પણ એક પદ્ધતિ છે. તો, એ આઠ ચક્રો તે આઠ પગથિયાં. એ જ ભીતરી અષ્ટાપદ.
પ્રગટ્યો પૂરન રાગ
Page #95
--------------------------------------------------------------------------
________________
સૂર્ય-કિરણોને પકડીને ગૌતમસ્વામી મહારાજ અષ્ટાપદ પર ચડેલા. સૂર્યનો એક અર્થ આત્મા થાય છે. એટલે આત્મજ્ઞાનનાં, આત્માનુભૂતિનાં કિરણોને પકડીને સાધક આ ભીતરી અષ્ટાપદ પર ચઢે છે.
વળતાં, ગૌતમસ્વામી મહારાજ ૧૫૦૦ તપસ્વીઓને દીક્ષા આપે છે. પારણું પોતે એક નાની પાતરીમાં દૂધ, ખાંડ, ચોખાની ખીર વડે કરાવે. પારણું કરતાં ૫૦૦ને કેવળજ્ઞાન. ત્યાંથી વિહાર કરતાં, ‘ચાલો ! પ્રભુ પાસે !' એમ કહી ગૌતમસ્વામીજી ચાલે. બીજા પાંચસોને પ્રભુનું ઐશ્વર્ય, પ્રભુનો મહિમા સાંભળતાં કેવળજ્ઞાન. ત્રીજી પાંચસો મુનિવરોની ટુકડીને પ્રભુનું સમવસરણ જોતાં કેવળજ્ઞાન.
સદ્ગુરુ શિષ્યવૃન્દ પર કઈ રીતે કામ કરે છે તેનો ચિતાર આપણને આ ઘટનામાંથી મળશે.
ખીર એટલે મધુરતા. સમભાવને અત્યન્ત મધુર કહેવાયો છે, કમિ ભત્તે !' સૂત્ર દ્વારા શક્તિપાત કરીને સદ્ગુરુએ સામાયિકની સમભાવની ઊંડાઈ સ્પર્શાવી.
:
ભગવતી સૂત્ર કહે છે ઃ નિર્મળ આત્મદશા તે જ સામાયિક. ‘આયા સામાÇ...' સવાસો ગાથાના સ્તવનમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ આ વાતને આ રીતે ગૂંથે છે :
ભગવઇ અંગે ભાખિયો, સામાયિક અર્થ; સામાયિક પણ આતમા, ધરો સુધો અર્થ... (૨૫)
તો, ભગવાન ગૌતમ સ્વામીજીએ સમભાવનો સ્પર્શ કરાવ્યો. અને સમભાવની - આત્મગુણાનુભૂતિની ઊંડી ધારામાં ક્ષપકશ્રેણિ પર ચઢી તે સાધકો કૈવલ્યને વર્યા.
८८
ON
પ્રગટ્યો પૂરન રાગ
Page #96
--------------------------------------------------------------------------
________________
સમભાવની વ્યાખ્યા “જ્ઞાનસારમાં આ રીતે અપાઈ : विकल्पविषयोत्तीर्णः, स्वभावालम्बनः सदा । ज्ञानस्य परिपाको यः, सः शमः परिकीर्तितः ॥ વિકલ્પનો વિષય જ્યાં છે જ નહિ અને સ્વભાવદશાનું અવલમ્બન જ્યાં સતત ચાલુ રહે છે તેવી જ્ઞાનની પરિપક્વદશા તે સમભાવ.
બની શકે કે આ મુનિવરો (પાંચસો) જન્માન્તરીય ઊંડી સાધનાધારા સમભાવની લઈને આવ્યા હોય. જન્મોની રાખ નીચે પેલો સાધનાનો ધધકતો અંગારો તીવ્ર જ હોય. ભગવાન ગૌતમના શક્તિપાતે રાખને ઉડાડી દીધી. સમભાવની તીવ્રતા અસ્તિત્વ પર વ્યાપી રહી... અને કૈવલ્ય.
બીજા પાંચસો મુનિવરોને ભગવાન ગૌતમના શ્રીમુખેથી પ્રભુના ગુણોને સાંભળતાં કેવળજ્ઞાન થયું.
સદ્ગુરુએ પરમ રસનું પાન કરાવ્યું. શિષ્યોની આન્તરિક સજ્જતાની એવી પૃષ્ઠભૂ પર એ પાન થયું કે પરમ રસ અસ્તિત્વના સાંધે સાંધે. ઊતરી ગયો.
પરમાત્માના ગુણોનું શ્રવણ, એ ગુણો મેળવવાની અદમ્ય ઝંખના અને એ ગુણોની પ્રાપ્તિ આ ક્રમે પરમ રસ અસ્તિત્વના પ્રદેશ પ્રદેશ ઊતર્યો.
શ્રવણ, રુચિ, પ્રાપ્તિનો આ ક્રમ પૂજ્ય દેવચન્દ્રજી મહારાજે પરમારફ શ્રી અજિતનાથ પ્રભુની સ્તવનામાં આ રીતે આપ્યો છે :
જ્ઞાનાદિક ગુણ સંપદા રે, તુજ અનન્ત અપાર; તે સાંભળતાં ઊપની રે, રુચિ તેણે પાર ઉતાર. અજિત જિન તારજો રે, તારજો દીન દયાળ..
પ્રગટયો પૂરન રાગ
Page #97
--------------------------------------------------------------------------
________________
પાંચસો મુનિવરોના ત્રીજા વૃન્દને સમવસરણમાં બિરાજમાન પ્રભુને જોઈને કેવળજ્ઞાન.
અતિશયોની ઋદ્ધિનું દર્શન પ્રભુની આન્તરિક ગુણસંપદાના દર્શનમાં પરિણમ્યું. જિનગુણ દર્શન વડે જિનગુણ સ્પર્શન અને તેના વડે જિનગુણાનુભૂતિ - નિજગુણાનુભૂતિ.
મરુદેવા માતાને કેવળજ્ઞાન પ્રભુના અતિશય ઋદ્ધિ જન્ય પ્રમોદભાવ વડે પ્રારંભાયેલ જિનગુણ દર્શનાદિ વડે નિજગુણાનુભૂતિ દ્વારા થયું છે.'
પાંચસો મુનિવરોને પ્રભુના મુખકમલ પર પ્રશમરસનું દર્શન થયું. એ પ્રશમરસ પોતાની ભીતર પણ છે એવો ખ્યાલ સદ્ગુરુકૃપા વડે મળ્યો. અને પોતાની ભીતર રહેલ એ ગુણનું સ્પર્શન થયું. સ્પર્શન અનુભૂતિમાં ફેરવાયું.
10]
સદ્ગુરુ કઈ રીતે કાર્ય કરે છે શિષ્યવૃન્દ પર એનું આ એક અદ્ભુત નિદર્શન છે.
સંસાર અને મોક્ષની વ્યાખ્યા આપણે જોતા હતા : “ક્લેશ વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવપાર.” આવી એક બીજી વ્યાખ્યા સંસાર અને મોક્ષની અધ્યાત્મોપનિષદ્ ગ્રન્થમાં અપાઈ છે : “દ્રષ્ટાત્મતા મુજી - ટૂંઠ્યાર્ચ મવમગ્ર: ' દ્રષ્ટાનું દર્શનની પળોમાં એકાકાર થવું તે મુક્તિ. (દર્શન રૂપ સ્વગુણની અનુભૂતિની એકાત્મતા તે મુક્તિ. મુક્તિનું
१. साऽपश्यत् तीर्थकृल्लक्ष्मी, सूनोरतिशयान्वीताम् ।
तस्यास्तदर्शनानन्दात्, तन्मयत्वमजायत ।। साऽऽरुह्य क्षपकश्रेणि-मपूर्वकरणक्रमात् । क्षीणाष्टकर्मा 'युगपत् केवलज्ञान' मासदत् ।।
-ત્રિષ્ટિ પર્વ , પત્તો. ૧૨૮-૬.
૯૦
પ્રગટ્યો પૂરન રાગ
Page #98
--------------------------------------------------------------------------
________________
કારણ.) અને દ્રષ્ટાનું દૃશ્યો સાથે એકાકાર થવું તે સંસાર. દશ્યો સાથે ચેતના જોડાવાથી રાગ, દ્વેષ ઊપજી શકે. પરિણામે, સંસાર.
સંસાર અને મોક્ષની આવી જ એક મઝાની વ્યાખ્યા અહીં અપાઈ છે :
રાણીસંગે રે રાગદશા વધે, થાય તિણે સંસારો જી; નીરાગીથી રે રાગનું જોડવું, લહિયે ભવનો પારો જી..૪.
રાગયુક્ત વ્યક્તિત્વ સાથે મન જોડાવાથી પોતાની ભીતર રાગદશા વધશે. અને રાગદશાનું વધવું એ જ તો સંસાર છેને !
એની સામે, નીરાગી સાથે મનને જોડવું તે મોક્ષનું કારણ બને છે. મનમાં સ્મરણ સતત પ્રભુનું - વીતરાગી પરમાત્માનું જોઈએ. સ્મરણની ભીનાશ સમર્પણની ધારા સુધી ભક્તને કઈ રીતે લાવે છે તેની હૃદયંગમ પ્રસ્તુતિ સંત કબીરજીના શબ્દોમાં :
ભક્તિ કા મારગ ઝીના ઝીના રે... નહિ અચાહ નહિ ચાહના, ચરનન લય લીના રે.... સાધના કે રસધાર મેં રહે, નિશદિન ભીના રે.... રાગમેં શ્રુત ઐસે બસે, જૈસે જલ મીના રે.. સાંઈ સેવત મેં દેઇ સિર, કછુ વિલય ન કીના રે......
ભક્તિનો માર્ગ છે સૂક્ષ્મ. અહીં નથી અચાહ – દ્રષ, નથી ચાહત – રાગ; અહીં તો છે સમર્પણ.
પ્રગટ્યો પૂરન રાગ
૯૧
Page #99
--------------------------------------------------------------------------
________________
અહંકારને કારણે જ તો રાગ અને દ્વેષની ધારા ચાલે છેને ! મને કોઈ સારો કહે તો મને એ વ્યક્તિ પ્રત્યે ગમો થશે; મને ખરાબ તરીકે સ્વીકારનાર પ્રત્યે મને અણગમો હશે. ભક્તિની ધારામાં ‘હું' જ ઓગળી જાય છે પ્રભુમયતાના સમંદરમાં. પછી ક્યાં રહેશે ગમો, ક્યાં રહેશે અણગમો ?
ભક્તિ એટલે ભીનાશ. કેવી ભીનાશ ? ‘નિશદિન ભીનારે’ ચોવીસ કલાક સાધક હશે ભીનો... ભીનાશની પૃષ્ઠભૂ પરની સાધના. કહો કે સાધના અને ભક્તિની મઝાની જુગલબંધી.
સાધના - સાક્ષીભાવની દશા એકલી હોય છે ત્યારે, ભક્તિની ભીની પૃષ્ઠભૂ તેને ન મળેલ હોય ત્યારે, ડર લાગે કે એ સ્થિતિમાં પાછલા બારણેથી અહમ્ દાખલ તો નહિ થઈ જાય ? ‘મેં સાધનાની આ દશા પ્રાપ્ત કરી...’ અને ‘મેં’ માં, ‘હું’ માં, શુદ્ધને બદલે અશુદ્ધ મેં કે અશુદ્ધ હું પકડાઈ ગયા તો.... ? ઊલને બદલે ચૂલમાં ! માટે : ‘સાધના કે રસધાર મેં રહે, નિશદિન ભીના રે...' સાધના કોરી ન હોય. ભક્તિની ભીની પૃષ્ઠભૂને કારણે સાધનાની રસધારા વહે અને એમાં સાધક હોય ભીનો, ભીનો.
આ ભીનાશની પૃષ્ઠભૂ ૫૨ પ્રભુનો પ્યારો શબ્દ પણ કેવો તો હૃદયસ્પર્શી બની રહેશે ! પ્રભુ પ્રત્યેની ભક્તિ/રાગની આન્તર દશામાં પ્રભુનો એકાદ પ્યારો શબ્દ મનની છીપમાં અહોભાવના સ્વાતિ નક્ષત્રમાં પડેલ જળ બિન્દુ જેવો જ હશેને!
‘રાગમેં શ્રુત ઐસે બસે, જૈસે જલ મીના રે...' પાણીમાં માછલું તર્યા કરે, સર્યા કરે, લસર્યા કરે તેમ પ્રભુ પ્રત્યેની ભક્તિથી સભર મનોદશામાં પ્રભુના પ્યારા શબ્દો ઘૂમરાયા ક૨શે.
અને આ ભક્તિ, સમર્પણ કેવાં તો અનૂઠાં છે ! પ્રભુનાં ચરણોમાં જીવન સમર્પિત કરી દઈએ, અને છતાં અહીં કંઈ જ ખોવાનું નથી.
પ્રગટ્યો પૂરન રાગ
૯૨
Page #100
--------------------------------------------------------------------------
________________
જાતને પ્રભુને સમર્પવી એ એક બાજુથી ઝડપાયેલ દશ્ય હોઈ શકે. પ્રભુને પૂરેપૂરા મેળવ્યા એ વાસ્તવિકતા છે.
પૂ. આનન્દઘનજી મહારાજ આ ઘટના માટે કહે છે : ‘વર્ષાબંદ સમુંદ સમાની...’ વરસાદનું ટીપું દરિયામાં પડ્યું. ટીપું વિલીન થયું એ એક બાજુથી થયેલું વિધાન કહેવાશે. ટીપું ટીપું મટીને દિરયો બની ગયો એ વાસ્તવ છે.
સંત કબીરે એટલે જ કહ્યું : ‘બુંદ સમાના સમુંદ મેં...’ અને પછી કહ્યું : ‘સમુંદ સમાના બુંદ મેં...' એ વરસાદના દરિયામાં ભળેલ બિન્દુમાં પૂરો સિન્ધુ અનુભવાય. દરિયાના જળના તમામ ગુણધર્મો એમાં આવી ગયા.
બિન્દુત્વનો વિલય. સિન્ધુત્વની પ્રાપ્તિ...
■■
‘નીરાણીથી રે રાગનું જોડવું, લહિયે ભવનો પારો જી...'
રાગી સાથે મન જોડાયું; રાગદશા વધશે. કારણ કે પ્રીતિપાત્ર રાગયુક્ત છે અને પ્રીતિ કરનાર મન પણ તેવું જ છે. પરિણામ શું આવે ? મનમાં ડહોળાણ જ ડહોળાણ.
અને, એની સામે, વીતરાગ પ્રભુ સાથે રાગ થશે તો..... ?
વીતરાગતાની સાથે અગણિત ગુણો જોડાયેલા છે. વીતરાગ દશા ગમવીનો અર્થ છે શુદ્ધ આત્મદશામાં રહેલા ગુણો ગમ્યા. અને ગુણો ગમ્યા એટલે મળ્યા.
ગુણાનુરાગ ગુણપ્રાપ્તિમાં પરિણમે જ છે. ગુણો ગમ્યા, હવે શાસ્ત્રોનો સ્વાધ્યાય થશે કે સદ્ગુરુની દેશના સંભળાશે; સાધકનું
પ્રગટ્યો પૂરન રાગ
૯૩
Page #101
--------------------------------------------------------------------------
________________
અનુધ્યાન તે તે ગુણોની પ્રાપ્તિ તે તે મહાપુરુષોએ કેવી રીતે કરી, તે પર હશે.
આમ, ગુણાનુરાગ ગુણપ્રાપ્તિના માર્ગની શોધમાં ફેરવાશે. માર્ગ નક્કી થયા પછી એ માર્ગ પર ચાલવાનું થશે. હવે મંઝિલ ક્યાં દૂર છે ?
પ્રભુના અનન્ત ગુણો. સાધક પહેલા કયા ગુણ પર અનુરાગ કરશે ? જે દોષ એને તીવ્ર માત્રામાં પીડતો હોય એથી વિરુદ્ધ ગુણના સ્વામી પ્રભુ છે એ રીતે એ ગુણને એ ચાહશે.
રાગ પીડે છે, તો વીતરાગતા ગુણ પર તીવ્ર ચાહત, અનુરાગ. દ્વેષ પીડે છે, તો પ્રભુના ક્ષમા ગુણ ૫૨ હૃદયનું ઢળવું.
બહુ જ મઝાનો માર્ગ આપણી સામે ખૂલ્યો છે : ‘નીરાગીથી રે રાગનું જોડવું, લહિયે ભવનો પારો જી...' વીતરાગ પ્રભુ પ્રત્યે, એમનામાં રહેલ દિવ્ય ગુણો પ્રત્યે અનુરાગ કરીએ... મોક્ષ આ રહ્યો !
આ માર્ગ સરળ માર્ગ પણ છે. વિરાગનો માર્ગ કદાચ પ્રારંભિક સાધક માટે અઘરો છે. રાગદશા તો અનન્ત જન્મોથી અભ્યસ્ત છે. માત્ર રાગની દિશા બદલવાની રહી.
રાગી જોડે રાગદશા હતી અતીતમાં...
વીતરાગી જોડે રાગદશા કરવી છે એ છે આજથી, આ ક્ષણથી નિશ્ચિત થયેલું લક્ષ્યાંક...
nen
લક્ષ્યબિન્દુનું નક્કી થવું તે નિશ્ચય. તેને મનમાં રાખી મહાપુરુષોએ કહેલા માર્ગે ચાલવું તે વ્યવહાર.
૯૪
પ્રગટ્યો પૂરન રાગ
Page #102
--------------------------------------------------------------------------
________________
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ યાદ આવે : (૧૨૫ ગાથાના સ્તવનમાં)
નિશ્ચયષ્ટિ હૃદયે ધરી છે, પાળે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશે જી, ભવ-સમુદ્રનો પાર... (૦૫૫) નિશ્ચય અને વ્યવહાર બેઉ એક બીજીના પૂરક છે. અને નિશ્ચય અને વ્યવહાર બેઉના તબક્કે સદ્ગુરુની આજ્ઞાને અધીન રહેવું તે અત્યન્ત જરૂરી છે. આ ધ્યેય બિન્દુ તરીકે રાગ, દ્વેષ, અહમૂનો વિલય સ્વીકારી શકાય. પણ એ તો અન્તિમ લક્ષ્ય થયું. અત્યારે તમારા માટે શું લક્ષ્ય હોવું જોઈએ ? રાગ તમને વધુ પડતો હોય તો વૈરાગ્ય તમારી સાધના બને. અહંકાર તમને પીડતો હોય તો શરણાગતિનો ભાવ એ તમારી સાધના – તમારા લક્ષ્ય તરીકે – નિશ્ચિત થઈ શકે.
આ લક્ષ્ય નક્કી થયું તે નિશ્ચય સાધના. સદ્ગુરુ તમારું આખ્તર નિરીક્ષણ કરી તમને તમારું લક્ષ્ય નક્કી કરી આપે. અને એ લક્ષ્ય ભણી તમને દોરી જઈ શકે એવો માર્ગ વ્યવહાર – પણ સદ્ગુરુ નક્કી કરી આપશે.
પૂજ્ય ઉપા. યશોવિજયજી મહારાજ નવપદ પૂજામાં કહે છે : “યોગ અસંખ્ય છે જિન કહ્યા.” શા માટે સાધનામાર્ગો આટલા બધા ? પ્રત્યેક સાધક માટે ભિન્ન માર્ગ હોઈ શકે છે.
બે દર્દીને તાવ આવેલ હોય, છતાં બેઉની દવા અલગ હોઈ શકે છે. એકને ટાયફોઈડના કારણે તાવ છે. બીજાને મેલેરિયાને કારણે છે.
તેમ, દરેક સાધકની પૃષ્ઠભૂ અલગ હોવાને કારણે માર્ગ અલગ હોય છે. પ્રગટ્યો પૂરવ રાગ
પ
Page #103
--------------------------------------------------------------------------
________________
સદ્ગુરુ નિશ્ચય-સાધના તમારી નક્કી કરી આપે. વ્યવહારસાધનામાં તમારે શું શું કરવાનું એ પણ સૂચવે.
સદ્ગુરુની કેવી કૃપા ! અને સાધકને કેવી મજા ! મજા જ મજા...
પ્રગટયો પૂરન રાગ
Page #104
--------------------------------------------------------------------------
________________
‘તમે આભ છો અમિત'
Page #105
--------------------------------------------------------------------------
________________
[૬]
: આધારસૂત્ર :
અપ્રશસ્તતા રે ટાળી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાશે જી; સંવર વાધે રે સાધે નિર્જરા, આતમભાવ પ્રકાશે જી...૫
[અપ્રશસ્ત રાગ - કામ રાગ આદિ - નો ત્યાગ કરી વીતરાગ પ્રભુ સાથે પ્રશસ્ત રાગ કરતાં અશુભ કર્મોનો આશ્રવ રોકાઈ જાય છે. (ગુણી પરનો રાગ અને ગુણો પરનો રાગ તે પ્રશસ્ત રાગ છે.)
ગુણરાગ ગુણપ્રાપ્તિ તરફ સાધકને લઈ જાય છે. સ્વગુણોનું ભીતર થયેલું પરિણમન સંવર ભાવને વધારે છે અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરાવે છે.
પરિણામે, આત્મભાવ પ્રકટ થાય છે. ]
૯૮
પ્રગટ્યો પૂરન રાગ
Page #106
--------------------------------------------------------------------------
________________
સ્તવનાની પાંચમી કડી
ડ‘તમે આભ છો અમિત
અપ્રશસ્તતા રે ટાળી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાશે જી; સંવર વાધે રે સાધે નિર્જરા, આતમભાવ પ્રકાશે જી.... ૫
ચોથી કડીના ઉત્તરાર્ધમાં હતી નિશ્ચય સાધના. પાંચમી કડીમાં છે વ્યવહાર સાધના. - લક્ષ્ય નક્કી થયું : “નીરાગીથી રે રાગનું જોડવું, લહિયે ભવનો પારો.” વીતરાગ પરમાત્મા સાથે રાગ કરવા દ્વારા મુક્તિને પામવી.
હવે આ કડીમાં પ્રસ્તુત છે એ માટેની વ્યવહાર-સાધના : અપ્રશસ્ત રાગનો ત્યાગ, વીતરાગ પરમાત્મા પ્રત્યે પ્રશસ્ત રાગ, આશ્રવનો રોધ, ગુણાનુરાગ, ગુણાનુભૂતિ, સંવર-વૃદ્ધિ, નિર્જરાપ્રાપ્તિ, આત્મભાવની સિદ્ધિ.
કેટલો મઝાનો સાધના ક્રમ ! પ્રભુએ કહેલું, સદ્ગુરુએ આપેલું બધું જ મધુર જ હોયને !
વ્યવહાર-સાધના વ્યવહાર ત્યારે કહેવાય છે, જ્યારે એ નિશ્ચય ભણી ચાલે છે; નહિતર બને વ્યવહારાભાસ. આવું જ નિશ્ચય માટે છે. જૈનદર્શન સમ્મત નિશ્ચય વ્યવહારનો પૂરક હોય જ છે. નહિતર તે નિશ્ચયાભાસ બની જાય છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
મંઝિલ અને માર્ગ જેવી આ વાત છે. મંઝિલ નક્કી કર્યા પછી એ ભણી લઇ જાય તે માર્ગ.... પણ માર્ગે ચાલવું તો પડે જ. વગર ચાલ્યે મંઝિલ કેમ મળે ?
નિશ્ચય તે મંઝિલ. વ્યવહાર તે માર્ગ.
જ્ઞાનસાર યાદ આવે : ‘તિ વિના પથજ્ઞોઽવિ નાનોતિ પુરમીખિતમ્...' માર્ગનો જાણકાર, લક્ષ્ય તરીકે કો'ક ચોક્કસ સ્થળ જેણે નક્કી કર્યું છે તેવો યાત્રી પણ ચાલ્યા વિના તે સ્થળને પામી શકતો નથી.૧
અને એની સામે, મંઝિલ નક્કી ન કરેલ હોય અને ચાલ્યા કરે તો એને શું મળે ? મૉર્નિંગ વૉક રોજની પાંચ કે દશ કીલોમીટરની કરનારનું લક્ષ્ય ક્યાંય પહોંચવાનું નથી હોતું, માટે તે ઘરે જ રહે છે.
મંઝિલ નક્કી હોય (નિશ્ચય) અને માર્ગે ચાલવાનું (વ્યવહાર) ન રહે તો મંઝિલ કેમ મળે ? અને મંઝિલ જ નક્કી ન હોય તો માત્ર માર્ગ પર ચાલવાથી એ નિરુદેશ યાત્રા જ બની જશે ને ?
નિરુદેશ યાત્રા.
આપણી યાત્રા - સાધનાયાત્રાનું ધ્યેય શું છે ? રાગ, દ્વેષ, અહંકારની શિથિલતા એ અત્યારની સાધનાનું ધ્યેય છે. તો સાધકે દરરોજ આન્તરનિરીક્ષણ કરવું જોઈએ કે એના રાગ, દ્વેષ, અહંકારમાં શિથિલતા આવી ? જવાબ હકારમાં મળે તો જ એ સંતુષ્ટ બને.
૧. તુરંગ ચઢી જિમ પામીયેજી, વેગે પુરનો પંથ;
મારગ તિમ શિવનો લહેજી, વ્યવહારે નિર્પ્રન્થ... (૫૬) મહેલ ચઢતાં જિમ નહિજી, તેહ તુરંગનું કાજ.... -સવાસો ગાસ્ત૦
૧૦૦
પ્રગટ્યો પૂરન રાગ
Page #108
--------------------------------------------------------------------------
________________
નિશ્ચય સાધનાનું સ્પષ્ટીકરણ પૂ. ઉપા. યશોવિજય મહારાજે એક પ્રશ્નના જવાબમાં કરેલ છે.
પ્રશ્ન આવો હતો : જિનપૂજા આદિમાં શુભ ભાવ વડે પુણ્યબન્ધ થાય છે. એમાં ધર્મ તો નથી. પ્રશ્ન કર્તા શુભ ભાવજન્ય ક્રિયાને પુણ્યનું - આશ્રવનું કારણ માની ધર્મ માનવા તૈયાર નથી.૨
:
જવાબ આ રીતે અપાયો છે ઃ નિશ્ચય ધર્મ તો છે શુદ્ધાત્મદશા; જે મોક્ષમાં હોય છે. આ સ્વરૂપસ્થિતિ - શુદ્ધાત્મદશા તે નિશ્ચય ધર્મ. એની પ્રાપ્તિ માટેના જે જે માર્ગો, જે તે ગુણસ્થાનકના સન્દર્ભમાં છે તે બધા જ વ્યવહાર ધર્મ થશે. એટલે કે અપ્રમત્ત મુનિત્વ કે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ અથવા શુક્લધ્યાન આરોહણ આ બધું જ વ્યવહાર સાધના થશે. કારણ કે નિશ્ચય સાધના - આપણું ધ્યેય છે સ્વરૂપ પ્રાપ્તિ.
પણ એ વ્યવહાર સાધના નિશ્ચયનું કારણ હોવાથી કારણ અને કાર્યમાં કથંચિત્ એકાકારતા કરીએ ત્યારે - નિશ્ચય સાધના કહેવાય.૩
બીજી વાત : જિનપૂજા વગેરે શુભ યોગ દ્વારા દ્રવ્યાશ્રવ જરૂર થશે, પુણ્યબન્ધ જરૂર થશે; (પુણ્યબન્ધની ઇચ્છા નથી પણ થઈ જાય છે માટે દ્રવ્યાશ્રય.) પરંતુ એથી આત્મભાવમાં સ્થિરતા રૂપ ધર્મને હાનિ નથી પહોંચતી. કારણ કે પ્રભુની દ્રવ્યપૂજા જ ભાવપૂજાનું કારણ બનશે.
૪
૨. અવર કહે પૂજાદિકઠામે, પુન્યબંધ છે શુભપરિણામે;
ધર્મ ઈહાં કોઈ નવ દીસે, જિમ વ્રતપરિણામે ચિત્ત હીંસે...૧૦૫
૩. નિશ્ચયધર્મ ન તેણે જાણ્યો, જે શૈલેશી અંતે વખાણ્યો; ધર્મ અધર્મ તણો ક્ષયકારી, શિવસુખ દે જે ભવજલતારી... ૧૦૬ તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણાને લેખે; તેહ ધરમ વ્યવહારે જાણો, કારજ કારણ એક પ્રમાણો ..૧૦૭
-
૪. શુભયોગે દ્રવ્યાશ્રય થાય, નિજપરિણામે ન ધર્મ હણાય...(૧૧૦) ભાવસ્તવ એહથી પામીજે, દ્રવ્યસ્તવ એ તેણે કહીજે; દ્રવ્ય શબ્દ છે કારણવાચી, ભ્રમે મ ભૂલો કર્મ નિકાચી. (૧૧૩)
પ્રગટ્યો પૂરન રાગ
૧૦૧
Page #109
--------------------------------------------------------------------------
________________
પરમાત્માના મુખનું દર્શન એમના મુખ પર રહેલ પ્રશમભાવના દર્શનમાં પરિણમે. એ દર્શન પ્રશમભાવની ઝંખનામાં અને એ ઝંખના પ્રશમભાવની પ્રાપ્તિમાં પરિણમે છે.
પશુભયોગની વાત લઈએ તો જ્યાં સુધી 'યોગક્રિયા અટકશે નહિ, ત્યાં સુધી આત્મા યોગ વડે ક્રિયા કરનાર છે જ.
એમ કહીએ કે જિનપૂજાથી પુણ્યબંધ થાય અને એથી સ્વર્ગાદિમાં જવું પડે; તો સરાગસંયમ દ્વારા પણ આવું જ થાય છે. તારણ એ નીકળે કે ભક્તિપૂર્વક પ્રભુની પૂજા કરનારના પણ પાપો મુનિના પાપો હટે તેમ હટે જ.
નિષ્કર્ષ આ નીકળે : વિષય-કષાયથી પ્રેરાઈને જે અસદ્ આરંભ થાય છે, તેનો ત્યાગ કરી સાધકે શુભભાવ ઊપજે તેવાં, પોતપોતાના ગુણસ્થાનકને યોગ્ય કાર્યો કરવાં જોઈએ.૭
એ શુભ ભાવ
ગુણસ્થાનકના ક્રમે ઊચકાતો - શુદ્ધમાં પરિણમશે.
-
non
આ પૃષ્ઠભૂ પર આપણે સ્તવનામાં દર્શાવેલ નિશ્ચય સાધના અને વ્યવહાર સાધના જોઈ.
નિશ્ચય સાધના આ છે : વીતરાગ પ્રભુ સાથે પ્રીતિયોગ કરવો. ‘નીરાગીથી રે રાગનું જોડવું, લહિયે ભવનો પારો જી...' વીતરાગ સાથેનો રાગ મુક્તિને અપાવે. તો, મોક્ષ મેળવવો એ નિશ્ચય સાધના.
૫. યાવત્ યોગક્રિયા નહિ થંભી, તાવત્ જીવ છે યોગારંભી. (૧૧૦) ૬. સ્વર્ગહેતુ જો પુણ્ય કહીજે, તો સરાગસંયમ પણ લીજે;
બહુરાગે જે જિનવર પૂજે, તસ મુનિની પરે પાતિક ધ્રૂજે. (૧૧૨) ૭. મલિનારંભ કરે જે કિરિયા, અસદારંભ તજી તે તરિયા; વિષય-કષાયાદિકને ત્યાગે, ધર્મમતિ રહીયે શુભ માગે. (૧૧૧)
૧૦૨
પ્રગટ્યો પૂરન રાગ
Page #110
--------------------------------------------------------------------------
________________
એ માટેની વ્યવહાર સાધનાનો ક્રમ આ કડીમાં ચર્ચાયો છે : ‘અપ્રશસ્તતા રે ટાળી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાશે જી; સંવર વાધે રે સાધે નિર્જરા, આતમભાવ પ્રકાશે જી..”
ક્રમ આ રીતે થયો : (૧) અપ્રશસ્ત રાગ - કામરાગ આદિનો ત્યાગ, (૨) વીતરાગ પરમાત્મા સાથે પ્રશસ્ત રાગ, (૩) અશુભ કર્મોના આશ્રવનો રોધ, (૪) ગુણવાન પરમાત્માના અવલમ્બન દ્વારા ગુણો પ્રત્યે અનુરાગ, (૫) તે ગુણોનું અનુભવન, (૬) સંવર ભાવની વૃદ્ધિ, (૭) નિર્જરા, (૮) શુદ્ધ સ્વરૂપનું પ્રાકટ્ય.“
હવે આ મઝાના માર્ગને જોઈશું કે એ પર ચાલશું ? “સહ વીર્ય કરવાવહૈ.” સાથે ચાલીએ. બરોબરને ?
પહેલું ચરણ : અપ્રશસ્ત રાગનો ત્યાગ. પરમતારક શ્રી અનન્તવીર્ય પ્રભુના સ્તવનમાં સાધક પોતાની કેફિયત રજૂ કરતાં કહે છે :
કામરાગે અણનાથ્થા સાંઢ પરે ધસ્યો, સ્નેહરાંગની રાચે ભવપિંજર વસ્યો; દષ્ટિરાગ રુચિ કાચ પાચ સમકિત ગણું, આગમ રીતે નાથ ! ન નીરખું નિજ પણું.”
પ્રભુ ! આ કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગે મને કેવો તો પાયમાલ કરી દીધો. પ્રભુ ! તું મને રક્ષણ આપ !
પ્રભુ પાસે આર્ત સ્વરે રજૂ થયેલી આ વેદના, પ્રાર્થના. અને અપ્રશસ્ત રાગ છું !
૮. ૪થું અને પમું ચરણ મૂળ કડીમાં ન હોવા છતાં સ્વપજ્ઞ સ્તબકમાં છે.
પ્રગટ્યો પૂરન રાગ
૧૦૩
Page #111
--------------------------------------------------------------------------
________________
બીજું ચરણ : હવે રાગ છે પરમાત્મા પર.
કેવું અદ્ભુત છે એમનું રૂપ ! જોયા જ કરીએ, જોયા જ કરીએ. અને, ધરવ જ ન થાય.
રૂપનો સાગર. માધુર્યનો સાગર. એકવાર એમને જોયા પછી બીજું કંઈ જ જોવાનું મન થતું નથી. ત્યારે ભક્તને કંઠેથી મધઝરતા શબ્દો વહે છે : દિઓ દયામય ! તવ દર્શનની દીક્ષા, પાંપણને પલકારે પ્રભુજી, મને તમારી પ્રતીક્ષા... જુગ જુગથી ઝંખ્યા મેં તમને, જગની માયા ભૂલી; થઈને રહેવું અન્તર્યામી, તારાં ચરણની ધૂલી; હવે તો પ્રગટો આ રુદિયામાં, ક્યાં સુધી લેશો પરીક્ષા. .
હમણાં એક સંગોષ્ઠિમાં મેં શ્રોતાઓને પૂછેલું ઃ બે આંખો શા માટે?
એક ભાવકે કહ્યું : પ્રભુનું દર્શન થતાં આંખો ભીંજાય અને અશ્રુધારા તેમાંથી વહે માટે આંખ છે.
મેં કહ્યું : પચાસ ટકા માર્ક્સ મળે. કારણ કે મારો પ્રશ્ન એ હતો કે બે આંખો શા માટે છે ? તમે જે ઉત્તર આપ્યો, એ તો એક આંખથીય સરી જાય તેવો છે.
તે ભાવકે મને કહ્યું : આપ જ કહો ! મેં કહ્યું : પ્રભુનું દર્શન થતાં એક આંખમાં હર્ષાશ્રુનું પૂર ઊમટે. આવા પ્રભુનું દર્શન મને થઈ ગયું. ૧૦૪
પ્રગટ્યો પૂરન રાગ
Page #112
--------------------------------------------------------------------------
________________
ભક્તિયોગાચાર્યો પણ જેમનાં દર્શનને દુર્લભ કહે છે, તે પ્રભુનું દર્શન મને મળી ગયું! અને, બીજી આંખમાંથી વિષાદનાં આંસુ ઝરે કે પ્રભુ ! તું મળ્યો છતાં મારી ભીતર બદલાહટ કેમ નહિ ? ચંડકૌશિકની આંખોના ઝેરને તેં હરી લીધું. મારા હૃદયના ઝેરને તું કેમ ન હરે ?
પ્રભુના દર્શનથી નીપજતા અપૂર્વ આનન્દની વાત ‘સ્નાતસ્યા’ સૂત્રના પહેલા શ્લોકમાં છે. વાત આવી છે : મેરુ પર્વત પર જન્માભિષેક પછી ઇન્દ્રાણી મા પ્રભુ મહાવીર દેવને નિહાળી રહ્યાં છે. સ્તુતિમાં સરસ શબ્દ આવે છે : ‘રૂપાલોકનવિસ્મય...' પ્રભુના એ દિવ્ય રૂપને જોઈને ઇન્દ્રાણી મા આશ્ચર્યચકિત બની જાય છે ઃ આવું રૂપ ! અદ્ભુત ! અદ્ભુત !
આશ્ચર્ય સાથેનો આનન્દ. અને એ આનન્દ આંખોમાં અશ્રુ રૂપે પ્રગટ્યો : હર્ષાશ્રુ. આંખો હર્ષાશ્રુથી ભીની ભીની થઈ ગઈ. પછી મઝાની ઘટના ઘટી : ભીનાશ છે ઇન્દ્રાણી માની આંખોમાં. તે પ્રતિબિમ્બિત થઈ પ્રભુના ચહેરા પર. ઇન્દ્રાણી માને લાગે છે કે પ્રભુનો ચહેરો ભીનો છે, ભીનો છે... ભીનો છે. અને તેઓ પ્રભુના મુખ પર ક્ષીરોદકની આશંકા વડે અંગવસ્ત્ર ફેરવી લૂછી રહ્યાં છે.
પરમાત્મા પર રાગ.
રાગ નિરપેક્ષ બને એટલે ભક્તિના સ્તરે પહોંચે.
મહાસતી રેવતીને આંગણે સિંહ અણગાર વહોરવા પધાર્યા. અને જ્યારે તેમણે કહ્યું કે તમારા માટે બનાવેલ ઔષધિનો ખપ છે. પ્રભુ તે વાપરશે.
રેવતીજી નાચી ઊઠ્યાં. ‘હું વહોરાવીશ અને મારા નાથ તે વાપરશે ! કેટલી તો હું બડભાગિની છું !'
પ્રગટ્યો પૂરન રાગ
૧૦૫
Page #113
--------------------------------------------------------------------------
________________
ઔષધિ પાક. એક કે બે ચમચી જેટલો લેવાનો હોય. પણ એ વહોરાવતાં રેવતીજીએ તીર્થકર નામ કર્મ ઉપાર્જિત કરી લીધું.
પરમાત્મ પ્રીતિના રંગે રંગાયેલું મન. રંગાયેલું જીવન. એ પ્રીતિની ચાદરનો રંગ ભક્તને કેવો જોઈએ છે ? ગીતની પંક્તિ યાદ આવે : “ઐસી હી રંગ દે કિ રંગ નાહી છૂટે, ધોબિયા ધૂએ ચાહે સારી ઉમરિયા, રંગ દે ચુનરિયા...”
ભગવત્રીતિના રંગે રંગાયેલ સાધકની નાનકડી ક્રિયામાં પણ પરમનો આસ્વાદ ઊતરશે. નૈષ્કિનનું પ્રતિલેખન પૌષધમાં કરવાનું છે. કેટલી સેકન્ડની એ ક્રિયા ! પણ એમાં પ્રભુપ્રેમ ઊતરશે ત્યારે એ નાની સી ક્રિયા કેવી તો ચમત્કૃતિપૂર્ણ બની જશે !
એક સાધક કહેશે : વિધિ છે માટે નૈષ્કિનનું પડિલેહણ - બારીકાઈથી વિધિપૂર્વક તેને જોવાની ક્રિયા - કરું છું. બીજો કહેશે : મારા પ્રભુએ કહ્યું છે માટે આ પડિલેહણ હું કરું છું. એ સાધક “મારા ભગવાન” બોલે ત્યારે એના ચહેરા પરના ભાવને આપણે જોતાં જ રહી જઈશું.
પૂજ્ય આનન્દઘનજી મહારાજ એમના દર્દીલ કંઠે “અભિનન્દન જિન ! દરિસન તરસીએ....” ગાય ત્યારે એ શબ્દો વેદનામાં ડુબાડેલા, શબ્દશઃ, આપણને લાગે. એ પંક્તિ પ્રભુ માટેની એમની તડપનમાં, તરસમાં ભીંજવેલી લાગે.
બંધ આંખે એ પંક્તિને “સાંભળવાનું બન્યું છે ત્યારે એ યોગિરાજનો અશ્રુસભર ચહેરો જોવાયો છે. એમનાં ડૂસકાં “સંભળાયાં છે. ડૂસકાંની પ્લેબેક પરના એ શબ્દો હૃદયના ઊંડાણ સુધી પહોંચી ગયેલા.
૧૦૬
પ્રગટ્યો પૂરન રાગ
Page #114
--------------------------------------------------------------------------
________________
યોગિરાજની એ દુનિયામાં હતા પ્રભુ અને હતું એક ભક્તહૃદય. ભક્તહૃદયને પ્રભુ સાથે કેવું તો સાયુજ્ય જોઈએ છે ! કવિ કહે છેઃ
અમે હરણાંની દોડ, તમે વાંસળી મધુર; અમે તારલા ચૂક, તમે તેજે ભરપૂર... અમે ઝરણાનું ગીત, તમે સાગર સંગીત; અમે પંખીની પ્રીત, તમે આભ છો અમિત...
ત્રીજું ચરણ : અશુભ આસવનો રોધ. મન જ્યારે અહોભાવ વડે આપ્લાવિત થયેલું હોય; રાગ, દ્વેષ, અહંકાર શિથિલ બન્યા હોય; ત્યાં અશુભ આસ્રવ કેવો ?
O
ચોથું અને પાંચમું ચરણ : પરમાત્માનું અવલમ્બન, ૫૨માત્માના ગુણોનું અવલમ્બન અને અનુભૂતિ. પરમાત્માનું મુખ જોતાં પેલી પંક્તિ યાદ આવશે : ‘દીઠો સુવિધિ જિણંદ સમાધિ રસે ભર્યો હો લાલ...’ પ્રભુના મુખકમલ પર, પૂરા અસ્તિત્વને વ્યાપીને રહેલ સમાધિરસ – પ્રશમરસ દેખાશે.
અદ્ભુત છે આ સમાધિ રસ. જોકે એને શબ્દોમાં વ્યાખ્યાયિત કરવો બહુ જ અઘરો. પણ, એને જોયા પછી એવું તો એક સમ્મોહન પ્રગટે કે તમે એ આનન્દદશાને જોયા જ કરો, જોયા જ કરો.
પરમાત્માનો આ સમાધિ ગુણ જોતાં ભીતર શું થાય ? ‘ભાસ્યો આત્મસ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ...' એ સમાધિ રસને જોતાં, જોતાં, ભીતર ઊતરતાં લાગે કે આ તો મારું પોતાનું જ સ્વરૂપ છે.
મારું સ્વરૂપ સમાધિપૂર્ણ. મારું સ્વરૂપ આનન્દથી છલોછલ ભરેલું.
દર્શન સ્વ-રૂપાનુસન્માનમાં પરિણમે. ‘હું જ આનન્દઘન છું.' આ વાત કેટલી તો મોટી છે ! પળે પળે ઘટનાઓના કારણે પીડાને અનુભવતું વ્યક્તિત્વ, ઘટનાઓનો સંગ છોડી આનન્દઘન બની જાય.
પ્રગટ્યો પૂરન રાગ
૧૦૭
Page #115
--------------------------------------------------------------------------
________________
સાધકના સ્તરે પણ ઘટનાઓ તો છે જ. પણ એ ઘટનાઓ જોડે સાધક સંબંધ બનાવતો નથી. એટલે, ખરેખર તો ઘટનાઓ દુખદાયિની નથી, ઘટનાઓ જોડેનો સંબંધ દુ:ખદાયી છે.
સામાન્ય મનુષ્ય એક નાનકડી ઘટના - કોંકે કહેલા ને પોતાને ન ગમેલા બે-ચાર શબ્દો - જોડે સંબંધ બનાવી દે છે અને પરિણામે પીડિત બને છે.
શ્રેષ્ઠ સાધકો ગમે તેવી પીડાદાયક ઘટનાઓ જોડે સંબંધ બનાવતા નથી અને એથી શરીરના સ્તર પર ઘટતી ઘટનાને તેઓ માત્ર જુએ છે. ગજસુકુમાલ મુનિ માથા પર મુકાયેલ ધગધગતા અંગારાને માત્ર જોનાર છે. ઘટના ઘટના છે, સાધક સાધક છે. સાધક ઘટનાને જુએ છે. સંબંધ બનાવતો નથી.
O
ઘટનાને કઈ રીતે જોવી તે પણ દ્રષ્ટા પર આધારિત છે.
રિંઝાઈ નામના એક સંત એક વિહારયાત્રામાં જનાર હતા. એક બીજા સંતે એમને કહ્યું : તમારી વિહારયાત્રામાં ત્રીજા દિવસે એક ગામ આવશે. જ્યાં એક સરસ બાંસુરીવાદક રહે છે. તમે એના ગાનને અચૂક
સાંભળજો.
રિંઝાઈ તે ગામે પહોંચ્યા. એક ભાઈને પૂછ્યું : અહીં કોઇ બાંસુરીવાદક છે ? એમ કહે છે કે તેનું બાંસુરી વાદન અદ્ભુત છે. પેલા ભાઈ કહે : મહારાજશ્રી ! જો જો, એને મઠમાં બોલાવતા. એ તો ચોરટો છે ચોરટો ! તમારું કમંડળું ઉઠાવીને ચાલતો થઈ જશે.
રિંઝાઈએ સાંભળ્યું. પણ એમના મનમાં સહેજ પણ તિરસ્કાર નહિ થયો. બીજા એક ભાઈ આવ્યા. એમને એમણે પૂછ્યું : અહીં કોઈ બાંસુરીવાદક છે. કહે છે કે એને ચોરીની ટેવ પડેલી છે; પણ જો એનું બાંસુરીવાદન અદ્ભુત હોય તો મારે તે સાંભળવું છે.
૧૦૮
પ્રગટ્યો પૂરન રાગ
Page #116
--------------------------------------------------------------------------
________________
પેલા ભાઈ કહે : મહારાજશ્રી ! એનું બાંસુરીવાદન અદ્ભુત, અદ્ભુત છે. અને એ ચોરી કરે ? મહારાજશ્રી આપ એનું વાદન સાંભળશો ત્યારે આપ જ કહેશો કે, આ વ્યક્તિ ચોર હોઈ શકે જ નહિ. લોકો તો કેવા હોય છે, મહારાજ ! આવા કલાકાર માટે પણ કેટલાક લોકોએ આવી વાત જોડી કાઢી છે. આપને અનુકૂળતા હોય ત્યારે એમને બોલાવી લાવું. રિંઝાઈએ કહ્યું: રાત્રે આરામથી બેસીએ.
એ રાત્રે બાંસુરીવાદકે બાંસુરી શરૂ કરી. રિઝાઈ તો મત્રમુગ્ધ બની ગયા.. પાંચ-છ કલાક સુધી તેઓ સાંભળ્યું જ ગયા અને આવા સુજ્ઞ શ્રોતા મળવાથી કલાકાર પણ ખીલ્યા.
બાંસુરીવાદક એક જ હતો. જોનારના દૃષ્ટિબિન્દુ અલગ હતા. અને ભાવકનો-રિંઝાઈનો અનુભવ તો એકદમ મઝાનો રહ્યો.
પરમાત્માના પ્રશમ ગુણનું અવલંબન સાધકને પ્રશમ ગુણની ધારામાં મૂકે છે.
એક એક ગુણનું અવલમ્બન, તે તે ગુણની અનુભૂતિ. પ્રભુ ભક્તને કેવી તો પ્રસાદી આપે છે !
છઠું-સાતમું ચરણ : સંવર અને નિર્જરા.
સ્વગુણોના અનુભવનની ધારા સાધકને સંવરની ધારામાં મૂકે છે. ન અશુભનો આસવ છે, ન શુભનો આસવ છે. કર્મનું આગમન થોભી ગયું. સંવર.
અને સત્તામાં પડેલ કર્મોને દૂર કરવાના નિર્જરા’. ‘સંવર વાધે રે સાધે નિર્જરા.”
પ્રગટ્યો પૂરન રાગ
૧૦૯
Page #117
--------------------------------------------------------------------------
________________
હવે મોક્ષ ક્યાં દૂર છે ?
આઠમું ચરણ : સ્વરૂપ દશાની પ્રાપ્તિ. ‘આતમભાવ પ્રકાશે જી...' પ્રશસ્ત રાગનું ગંગોત્રી-બિન્દુ ગુણાનુભૂતિ રૂપ વિરાટ ગંગાના પ્રવાહમાં ફેરવાઈને શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિ રૂપ ગંગાસાગરે સ્વના સમંદરમાં ભળી ગયું.
૧૧૦
---
પ્રગટ્યો પૂરન રાગ
Page #118
--------------------------------------------------------------------------
________________
તન્મયતા
Page #119
--------------------------------------------------------------------------
________________
[૭]
: આધારસૂત્ર :
નેમિપ્રભુ ધ્યાને રે એકત્તા, નિજ તત્ત્વ એકતાનો જી; શુક્લધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહીયે મુક્તિ નિદાનો જી..૬
[નેમિપ્રભુના ધ્યાનમાં એકત્વતા, તન્મયતા કરવા દ્વારા સાધક આત્મસ્વરૂપમાં તન્મય બની જાય છે.
સ્વરૂપ સાથેની તન્મયતા, એકતા શુક્લધ્યાનની ધારા લાવી આપે છે. જે દ્વારા સિદ્ધતા મળે છે.
શુક્લધ્યાન મુક્તિનું મૂળ કારણ છે.]
૧ ૧ ૨.
પ્રગટ્યો પૂરન રાગ
Page #120
--------------------------------------------------------------------------
________________
સ્તવનાની છઠ્ઠી કડી તન્મયતા
પર નકારક
નેમિપ્રભુ ધ્યાને રે એકત્તા, નિજ તત્ત્વ એકતાનો જી; શુક્લધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહીયે મુક્તિ નિદાનો જી. ૬
જિનગુણાનુભૂતિ દ્વારા નિજગુણાનુભૂતિની વાત આપણે જોઈ ' ગયા. આ કડીમાં ગુણાનુભૂતિની વાતનું મઝાનું ઊંડાણ ખોલવામાં આવ્યું છે.
અનુભૂતિવાન મહાપુરુષની અભિવ્યક્તિમાં આ જ તો વિશેષતા હોય છેને કે તેઓ અભિવ્યક્તિને અત્યન્ત સૂક્ષ્મગ્રાહિણી બનાવી શકે છે.
પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ માટે એવું કહેવાય છે કે તેઓ અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં કેવળજ્ઞાની તરીકે વિચરી રહ્યા છે. કૈવલ્યના કિનારે જેમનો પગ અડું-અડું થતો હતો તે મહાપુરુષની આ અભિવ્યક્તિ છે. અને એટલે જ તો એ આવી સપ્રાણ છેને!
અભિવ્યક્તિમાં ઊંડાણ અનુભૂતિ દ્વારા આવે. શ્રદ્ધા દ્વારા પણ આવે.
એક પ્રસંગ સુદદ્ધર આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજે કહેલ તે યાદ આવે છે : ભરૂચમાં પૂ. મણિવિજય મહારાજ (પૂ. નીતિવિજય
Page #121
--------------------------------------------------------------------------
________________
મહારાજના શિષ્ય) પક્ષવણાજી સૂત્રની વાચના આપી રહ્યા હતા. શ્રોતાઓ તરીકે મુનિવરો અને શ્રાદ્વરત્ન અનુપચંદભાઈ આદિ શ્રાવકો હતા.
એક જગ્યાએ અર્થમાં પૂ. મણિવિજય મહારાજ તથા અનુપચંદભાઈનો અભિપ્રાય અલગ પડ્યો. બેઉ શ્રદ્ધાશીલ જ્ઞાની હતા, એથી કદાગ્રહની વાત તો હતી જ નહિ. શ્રી અનુપચંદભાઈએ ઘણા મહાપુરુષોને સાંભળેલા, તેથી એમણે શ્રુતિના આધારે અર્થ કર્યો. મણિવિજય મહારાજ કહે : આ અર્થ બરોબર નથી. આમ હોવું જોઈએ.
આવા પ્રસંગે ‘તત્ત્વ તુ વિિામ્યમ્’, ‘કેવળી મહારાજ તત્ત્વ જાણે’ એમ કહીને વાત પર પૂર્ણ વિરામ મૂકવામાં આવતું હોય છે. પરંતુ શ્રી અનુપચંદભાઇએ નવો માર્ગ સુઝાવ્યો. એમણે કહ્યું : અહીંના મુનિસુવ્રત દાદા અત્યન્ત પ્રભાવમય છે. તેમના શાસનરક્ષક દેવ પણ હાજરાહજૂર છે. આપણે અક્રમની સામૂહિક આરાધના કરી દેવને જાગૃત કરી તેમના દ્વારા ઉત્તર મેળવીએ. તેઓ પ્રભુ સીમન્ધર દાદાને પૂછીનેય ઉત્તર લઈ આવશે.
બધાએ વાતને પુષ્ટિ આપી.
ત્રીશ જેટલા સાધકોએ અક્રમ કર્યા. અક્રમના ત્રીજા દિવસની રાત્રીના સાડાત્રણ વાગ્યે લગભગ દરેક સાધકોને સ્વપ્નમાં અર્થ શું હોવો જોઈએ તે લખાયેલું દેખાયું. અનુપચંદભાઈએ કરેલ અર્થ બરોબર છે એમ સ્વપ્નમાં બધાને દેખાયું.
સવારે બીજા શ્રાવકોએ અનુપચંદભાઈને કહ્યું ઃ અમને સ્વપ્નમાં આવું દેખાયું છે. અનુપચંદભાઈ કહે : અત્યારે આપણે પૂજ્ય મણિવિજય મહારાજ પાસે જઈએ છીએ, વંદના કરવા માટે. પરંતુ કોઈએય સ્વપ્નની વાત પૂજ્યશ્રીને કહેવી નથી. પૂજ્યશ્રી શું કહે છે તે આપણે જોઈએ.
કેવી નમ્રતા !
મારો અર્થ સાચો પડ્યો છે એનો લેશ માત્ર અહંકાર નથી. આ ભાવ સમર્પિત દશાને કારણે આવ્યો છે. મારી પાસેનું જ્ઞાન ગુરુદત્ત છે. ગુરુવર્યોએ જ કૃપા કરીને મને કંઈક આપેલું છે. મારું તો આમાં કંઈ જ નથી...
પ્રગટ્યો પૂરન રાગ
૧૧૪
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રાવકો પૂ. મણિવિજય મહારાજ પાસે ગયા. વન્દના કરી. પચ્ચખાણ લીધું. તે વખતે પૂ. મણિવિજય મહારાજે કહ્યું : અનુપચંદભાઈ, તમે કહેલો અર્થ બરોબર છે. મને સ્વપ્નમાં આવો સ્પષ્ટ ભાસ થયો છે.
શ્રદ્ધા અભિવ્યક્તિમાં સચ્ચાઈ, પ્રાણ, ઊંડાણ લઈ આવી.
પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ તો ભક્તિયોગ અને સાધનામાર્ગના ઊંડા અભ્યાસી છે. અનુભૂતિવાન મહાપુરુષ છે. તેમની અભિવ્યક્તિમાં ઊંડાણ અદ્ભુત છે. આપણે કેટલું ઊંડાણ પામી શકીએ છીએ તે જોવાનું રહ્યું. જો કે એ ઊંડાણ પણ આપણે તેઓશ્રી પરની શ્રદ્ધા દ્વારા મેળવવું છે. તેમની એક એક સ્તવના ગ્રન્થ રૂપ છે. કહો કે એક એક કડી ગ્રન્થ સ્વરૂપ છે. પ્રભુનું અને પૂજ્ય દેવચન્દ્રજી મહારાજનું ભક્તિભાવપૂર્ણ રીતે સ્મરણ કરી સ્તવનાની પંક્તિઓને ઘૂંટીશું તો જરૂર ઊંડાણ આપણનેય મળશે.
તો ચાલો, આ કડીને ઘૂંટીએ. અનુભૂતિવાન મહાપુરુષની અભિવ્યક્તિને શ્રદ્ધાના સ્તર પર ઝીલીને, અભ્યાસના સ્તર પર ઝીલીને અનુભૂતિમાં ફેરવવા કોશિશ કરીએ.
પૂ. ચિદાનન્દજી મહારાજ પરમતારક શ્રી નેમિનાથ પ્રભુની સ્તવનામાં કહે છે : .
પણ તુમ દરિસન યોગથી, થયો હૃદયે હો અનુભવ પ્રકાશ; અનુભવ અભ્યાસી કરે, દુઃખદાયી હો સહુ કર્મ વિનાશ... ૬ પ્રભુના દર્શન વડે, દર્શનયોગ વડે અનુભૂતિનો ઝબકારો ભીતર થાય.
દર્શનથી નહિ પણ દર્શનયોગથી કહ્યું છે. યોગ એટલે સંબંધ. પ્રભુના એકાદ ગુણનું પ્રતિબિમ્બન હૃદયમાં થાય અને એ જ ક્ષણે અનુભૂતિનો
પ્રગટ્યો પૂરન રાગ
૧૧૫
Page #123
--------------------------------------------------------------------------
________________
ઝબકારો થાય છે. પૂર્વમાં, અતીતમાં અનુભવેલ તે ગુણની સ્મૃતિ થઈ રહે. સ્મૃતિ દ્વારા આવેલ અનુભૂતિનો એ ઝબકાર.
પણ, જો ઉપયોગ બીજી બાબતોમાં ચાલ્યો જશે તો એ ઝબકાર ક્ષણિક પ્રકાશ રેલાવી આથમી જશે.
એ પ્રકાશને થોડો સમય કે લાંબો સમય ટકે એવો બનાવવા માટે અભ્યાસ જોઈશે. “અનુભવ અભ્યાસી કરે..”
દર્શનયોગ. ઝબકારો. હવે એ ઝબકારાની ક્ષણ જતી ન રહે માટે પ્રભુના તે ગુણને ઘૂંટવાનો. ધારો કે પ્રભુના ક્ષમાગુણના દર્શનના યોગે અતીતનો ક્ષમાગુણનો આપણો અનુભવ અલપ-ઝલપ પ્રકાશિત થયો. હવે પ્રભુના એ ક્ષમાગુણને ભિન્ન ભિન્ન રીતે ઘૂંટવાનો.
આ ઘંટામણ અનુપ્રેક્ષાના સ્તર પર પહેલાં થશે. જેથી મનનું પૂરું સ્તર ક્ષમામય બની જશે. પછી એ ગુણને ધ્યાનના-અનુભૂતિના સ્તર પર લઈ જવાશે. આ અનુભૂતિ, ધ્યાનાવસ્થા કર્મોની વિપુલ નિર્જરા કરશે.
પણ અત્યારે આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી આ બિન્દુને સ્પર્શવું કઈ રીતે ? પૂ. ચિદાનન્દજી મહારાજ એની વિધિ બતાવે છે :
ત્રિકરણ યોગે વિનવું, સુખદાયી હો શિવાદેવીના નંદ; ચિદાનન્દ મનમેં સદા, તમે આવો હો પ્રભુ ! નાણ દિણંદ.
મન-વચન-કાયા વડે પ્રભુને પ્રાર્થના કે પ્રભુ ! તમે મારા મનમાં હંમેશ માટે પધારી જાવ !
બસ, પ્રભુ મનમાં, પ્રભુ હૃદયમાં,
૧૧૬
પ્રગટ્યો પૂરવ રાગ
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રભુ મારા અસ્તિત્વમાં. અનુભવનો પ્રકાશ જ પ્રકાશ. શાશ્વતીના લયનો પ્રકાશ.
નેમિપ્રભુ ધ્યાને રે એકત્વતા.” આ સૂત્રમાં પ્રવેશ કરવો છે. પ્રભુના ધ્યાનમાં એકત્વ, તન્મયતા કઈ રીતે પ્રગટે ?
પૂજ્ય મોહનવિજય મહારાજે પરમ તારક શ્રી અજિતનાથ પ્રભુની સ્તવનામાં માર્ગ બતાવ્યો છે : “ધ્યાનની તારી રે લાગી નેહ સું...” તારી એટલે તન્મયતા. તાર સંધાઈ જવો ભીતરનો એ તત્ત્વ સાથે. તો, ધ્યાનની તન્મયતા પ્રાપ્ત કરવી છે. શી રીતે એ પમાશે ? “નેહ સં.” પ્રભુ પ્રત્યેનો સ્નેહ, પ્રભુગુણો પ્રત્યેનો સ્નેહ તે ગુણ સાથે આપણી ચેતનાને જોડી દેશે. પરમાં ઓતપ્રોત ચેતનાનું પરમ સાથે જોડાણ તે જ ધ્યાન.
એ જોડાણને ૧૦, ૧૫ કે ૨૦ મિનિટ સુધી લગાતાર રીતે ચલાવ્યા કરવું; ઉપયોગમાં તે એક ગુણને લગાતાર ઘૂંટવો તે છે ધ્યાનની તન્મયતા.
હવે શું થશે ?
નેમિપ્રભુ ધ્યાને રે એકત્વતા, નિજ તત્ત્વ એકતાનો જી” પ્રભુના ગુણના ધ્યાનમાં આવેલ તન્મયતા નિજ ગુણના ધ્યાનૈક્યમાં ફેરવાશે.
જિનગુણ ધ્યાન નિજગુણ ધ્યાનમાં ફેરવાય. જિનસ્વરૂપ ધ્યાન નિજસ્વરૂપ ધ્યાનમાં ફેરવાય.
પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે શ્રીપાળ રાસમાં મૂકેલ કડી યાદ આવે :
અરિહન્ત પદ ધ્યાતો થકો, દવહ ગુણ પજાય રે; ભેદ છેદ કરી આતમા,
અરિહન્ત રૂપે થાય રે.. પ્રગટ્યો પૂરન રાગ
૧૧૭
Page #125
--------------------------------------------------------------------------
________________
ભેદનો છેદ બે રીતે થશે : એક તો શાશ્વતીના લયમાં: તેરમા ગુણઠાણે. બીજો થોડા સમય માટેનો ભેદ-છેદ. એ અત્યારે થઈ શકે. અરિહન્ત પરમાત્મના દ્રવ્ય, ગુણો કે પર્યાયોનું ધ્યાન કરનાર આત્માની ચેતના તત્કાળ પૂરતી અરિહન્તમયી બને છે. ધ્યાન વડે નિર્મળ બનેલ શુદ્ધ અન્તરાત્મદશારૂપ દર્પણમાં અરિહન્ત પ્રભુના સ્વરૂપ કે ગુણો આદિનું પ્રતિબિમ્બન પડ્યું.
'IO |
નિજતત્ત્વની-આત્મતત્ત્વની તન્મયતા. હવે શુક્લધ્યાન.
ધર્મધ્યાનમાં પ્રભુ ગુણોનું સ્મરણ છે. શુક્લધ્યાનમાં પ્રશસ્ત અવલમ્બનની આવશ્યકતા નથી. સાધકના ગુણો પ્રભુના ગુણો સાથે એકરૂપ થઈને સ્વરૂપ એકત્વ પ્રાપ્ત શુક્લધ્યાનની શુદ્ધતામાં પરિણત થયા છે.'
શુક્લધ્યાનના દ્વિતીય પાદ – એત્વ વિતર્ક અવિચારમાં આરૂઢ મુનિ નિર્વિકલ્પ સમાધિને પામે છે. સ્વરૂપ એકતા પરિપૂર્ણ રૂપે તે દશામાં અનુભવાય છે.
શુક્લધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહીયે મુક્તિ નિદાનો જી. પછી શુક્લધ્યાનના ત્રીજા અને ચોથા પાયામાં જઈ સિદ્ધત્વને આત્મા પ્રાપ્ત કરે છે. આ રીતે મુક્તિને તે વરે છે.
નિજસ્વરૂપમાં તન્મયતા, શુક્લધ્યાન અને મુક્તિ. ‘લહીયે મુક્તિ નિદાનો જી..” શુક્લધ્યાન મોક્ષનું કારણ છે.
પ્રભુ ! મને તારા ધ્યાનમાં સતત ડૂબેલ રાખને !
૧. ચન્દ્રપ્રભ જિનસ્તવના, દેવચન્દ્રજી, સ્વો, સ્તબક, કડી : ૫ ૨. એજન
૧૧૮
પ્રગટ્યો પૂરન રાગ
Page #126
--------------------------------------------------------------------------
________________
પરમાત્માનું અદ્ભુત સ્વરૂપ
Page #127
--------------------------------------------------------------------------
________________
[૮]
: આધારસૂત્ર :
અગમ અરૂપી રે અલખ અગોચરુ, પરમાતમ પરમીશો જી; દેવચન્દ્ર જિનવરની સેવના, કરતાં વાધે જગીશો જી...૭
[અગમ્ય (અજ્ઞાની આત્મા જેમને જોઈ નથી શકતો), અરૂપી (રૂપ વગરના), અલક્ષ્ય (જૈન તત્ત્વજ્ઞાનને બરોબર નહિ સમજેલ વ્યક્તિત્વો વડે જેમનું સ્વરૂપ સમજી શકાતું નથી તેવા), અગોચર (આંખ વગેરે ઇન્દ્રિયો દ્વારા જેઓ ગ્રાહ્ય નથી) એવા પરમાત્મા પરમ - અનન્ત ગુણોથી યુક્ત આત્મા) પરમ ઈશ્વર (અનન્ત ગુણ-પર્યાયોના સ્વામી) છે.
એ ભગવાન નર-દેવ (ચક્રવર્તી આદિ), ભાવ-દેવ (ભુવનપતિ, વૈમાનિક આદિ દેવો) અને ધર્મ-દેવ (જિન કલ્પી, સ્થવિર કલ્પી, ગણધર, આચાર્ય આદિ)માં ચન્દ્ર જેવા નાયક છે. (દેવચન્દ્ર કર્તાનું નામ પણ છે.)
એવા પ્રભુની સેવા કરતાં - આજ્ઞા પાળવાથી - સાધક સમ્મદા વધે છે. સિદ્ધાત્મતા મળે છે.]
૧૨૦
પ્રગટ્યો પૂરવ રાગ
Page #128
--------------------------------------------------------------------------
________________
સ્તવનાની સાતમી કડી
પરમાત્માનું અદ્ભુત સ્વરૂપ
અગમ અરૂપી રે અલખ અગોચરુ, પરમાતમ પરમીશો જી; દેવચન્દ્ર જિનવરની સેવના, કરતાં વાધે જગીશો જી. ૭
રમણ મહર્ષિ પાસે એક વિદ્વાન આવેલા. તેમણે પરમાત્મા વિષે દોઢેક કલાક જેટલું લાંબું સંભાષણ કર્યું.
સંભાષણને અત્તે તેમણે મહર્ષિને પૂછ્યું : કેવું લાગ્યું આપને મારું વક્તવ્ય ?
મહર્ષિએ કહ્યું તમે પરમતત્ત્વ વિષે શબ્દો તો પાર વગરના વાપર્યા, પણ એ તત્ત્વ જોડે તમારો યોગ થયેલો લાગતો નથી. અને એટલે આ શબ્દો અહંકારની ધારા પર તમને લઈ જઈ શકે. એથી વધુ શું મળી શકે ?
કોરા શબ્દો. શો મતલબ ?
કોરા શબ્દો દ્વારા પરમાત્મા અગમ્ય છે. જો કે પ્રભુના સ્વરૂપને કહેવા માટે બધા જ શબ્દો અપ્રસ્તુત છે.
પરમાત્મ પંચવિંશતિકા કહે છે : यतो वाचो निवर्तन्ते, न यत्र मनसो गतिः । शुद्धानुभव संवेद्यं, तद्रूपंपरमात्मनः ।। ८ ।।
Page #129
--------------------------------------------------------------------------
________________
જ્યાંથી પાણી પાછી ફરે છે અને જ્યાં ન પહોંચી શકતું નથી તે રૂપ પરમાત્માનું છે. હા, શુદ્ધ અનુભવ વડે તેને જાણી શકાય છે. - પરમાત્મસ્વરૂપ નિર્વિકલ્પ છે. શબ્દો અને વિચારો વિકલ્પો ખડા કરશે. માટે એક માત્ર અનુભૂતિ દ્વારા જ પરમાત્માને જાણી શકાય.
“અગમ.” પરમાત્માનું સ્વરૂપ અગમ્ય. “અરૂપી. પરમાત્મદશામાં રૂપ નથી. ભક્તિધારાના આપણે બહુ જ ઋણી છીએ, જેણે પરમાત્માના રૂપને મૂર્તિમાં કંડાર્યું.
અલખ.” “અગોચર.”
અનેકાન્તવાદી, નિત્યાનિત્યવાદી પ્રભુના - શુદ્ધ આત્મદશાના સ્વરૂપને જાણી શકશે. દ્રવ્યરૂપે આત્મા-પરમાત્મા નિત્ય છે. પર્યાય રૂપે તે અનિત્ય છે. સ્યાદ્વાદી પ્રભુના સ્વરૂપને જાણી શકે. બીજા નહિ જાણી શકે.
“અગોચર.” ઇન્દ્રિયો અને મનનો જે વિષય નથી. જ્ઞાનપંચમીના દેવવન્દનની સ્તવનામાં આવતી કડી યાદ આવે : ધ્યાન ટાણે પ્રભુ તું હોવે રે, અલખ અગોચર રૂપ; પરા પશ્યન્તી પામીને રે, કાંઈ પ્રમાણે મુનિભૂપ....
અલક્ષ્ય અને અગોચર એવા પ્રભુના રૂપને પણ ધ્યાનદશામાં પરા અને પશ્યન્તી દ્વારા મુનિવરો જોઈ શકે છે.
१. निर्विकल्पं तु तद्रूपं, गम्यं नानुभवं विना ।। -परमात्म पंचविंशतिका-९ .
૧૨૨
પ્રગટ્યો પૂરન રાગ
Page #130
--------------------------------------------------------------------------
________________
‘પશ્યન્તી’માં પરમાત્મગુણોનું દર્શન અનુભૂતિની કક્ષાએ થાય છે. ‘પરા’માં પ્રભુના સ્વરૂપને, શુદ્ધ આત્મદશાને અનુભવી શકાય છે.
ચાર ભાષા કહી છે : વૈખરી, મધ્યમા,૨ પશ્યન્તી અને પરા.
આત્મા છે અનામી. નામ તો શરીરને અપાશે. આત્મા તો અનામી છે. પરંતુ વૈખરીના સ્તર પર શબ્દ પ્રયોગ થશે. ‘અતિ તાંસ્તાનું પર્યાયાન્ જાતિ તિ માત્મા...' આત્મા વિષે, શબ્દોના સ્તર પર, કલાકો સુધી સંભાષણ થાય તો પણ આત્મતત્ત્વની વિભાવના તો દૂર જ રહેવાની.
ગુરુએ એક શિષ્યને કહ્યું : આત્મા વિષે તું બોલ તો. શિષ્ય દોઢ કલાક સુધી આત્મતત્ત્વ વિષે બોલ્યો. પરંતુ એના ચહેરા ૫૨ ચૈતન્યની કોઈ ચમક, આભા નહોતી. ગુરુએ એના સંભાષણને અંતે કહેલું : ભાખરીના ચિત્રથી પેટ ન ભરાય. તારી પાસે છે કોરા શબ્દો.
ON
મધ્યમામાં થોડુંક ચિન્તન ભળે છે. વિદ્વાન મનુષ્ય આત્મતત્ત્વ વિષે ચિન્તન કરે છે. પણ એ ચિન્તન અનુભૂતિમાં ન પલટાય તો એનો બહુ અર્થ નથી રહેતો. જલેબીના વિચારથી ભૂખ નહિ જ ભાંગે.
વૈખરી અને મધ્યમા સાર્થક છે, પણ ત્યારે કે જ્યારે તેઓ પશ્યન્તી અને પરાના સાધન રૂપ બને છે.
આત્મતત્ત્વનું સ્વરૂપ વાંચ્યું, સાંભળ્યું (વૈખરી), વિચાર્યું (મધ્યમા); હવે એ શ્રવણ-વાચન કે અનુપ્રેક્ષા જો આત્મતત્ત્વની અનુભૂતિ તરફ ઢળશે તો પશ્યન્તી અને પરા ઉદિત થશે.
૨. અનામીના નામનો રે, કિસ્સો વિશેષ કહેવાય ?
એ તો મધ્યમા વૈખરી રે, વચન ઉલ્લેખ ઠરાય. -જ્ઞાનપંચમી દેવવંદન.
પ્રગટ્યો પૂરન રાગ
૧૨૩
Page #131
--------------------------------------------------------------------------
________________
પશ્યન્તી. જોતી ભાષા.
આ સ્તર પર આત્માના ગુણોનું દર્શન થશે. અનુભૂતિ. માત્ર વિચાર નહિ, અનુભવ.
પ્રભુના ક્ષમાગુણ પરનું ચિન્તન ભીતર રહેલ ક્ષમાગુણને આંશિક રૂપે ઉઘાડશે.
મેતાર્ય મુનિ કે બંધક મુનિની ક્ષમા વિષે થયેલું ઊંડું ચિન્તન ક્ષમાભાવની એવી અનુભૂતિમાં પલટાશે કે પથ્થર મારનાર પ્રત્યે ગુસ્સો નહિ જ આવે.
પશ્યન્તીના લયમાં આત્મગુણોની અનુભૂતિ છે. પ્રારંભિક સાધક સીધો આત્મદ્રવ્યને અનુભવી શકતો નથી. એ ગુણોને પહેલાં સ્પર્શે છે.
પરા. શ્રેષ્ઠ ભૂમિકા.
પરા વાણીમાં આત્મસ્વરૂપનું અનુભવ થાય છે. અમલ, અખંડ, અલિપ્ત આત્મદ્રવ્યનું અનુભવન.
અમલ સ્વરૂપ છે આત્મતત્ત્વનું.
અમલ. રાગ-દ્વેષના મળને પેલે પાર, વીતરાગી અને વીતક્રોધી છે આત્મદ્રવ્ય. પરાની ભૂમિકાએ આ અમલ સ્વરૂપનું અનુભવ થાય છે.
રાગ અને દ્વેષ તો છે વિભાવ. મારો સ્વભાવ તો છે વીતરાગ દશા, ક્ષમા. મારા સ્વભાવને ઢાંકવાની કોઈનામાં તાકાત નથી. પણ આ વાત શાબ્દિક કે વૈચારિક લય પર નહિ, અનુભવાત્મક લય પર અહીં સ્પર્શાય છે.
અખંડાકારતા છે આત્મસ્વરૂપમાં. વિકલ્પો વ્યક્તિત્વને ખંડોમાં વહેંચે છે. નિર્વિકલ્પ, નિર્ધન્ડ બ્રહ્મની અનુભૂતિ અખંડ સ્વરૂપનો અનુભવ કરાવે છે.
૧૨૪
પ્રગટ્યો પૂરન રાગ
Page #132
--------------------------------------------------------------------------
________________
અલિપ્ત સ્વરૂપ છે આત્માનું. કર્મો વડે લિપ્ત હું નથી એવો એક અનુભવ. ‘અધ્યાત્મ બિન્દુ' ગ્રન્થમાં ગ્રન્થકાર કહે છે ઃ બન્ધ, ઉદય, ઉદીરણા અને સત્તા તો કર્મોને છે; મારે શું ?°
પરામાં થતી આ છે અનુભૂતિ. આત્મસ્વરૂપની અનુભૂતિ.
‘અગમ અરૂપી રે અલખ અગોચરુ....’
પરમાત્મ સ્વરૂપ અગમ્ય બુદ્ધિ વડે, ગમ્ય-જાણી શકાય શ્રદ્ધા વડે...
પ્રભુ અરૂપી. ભક્તિની ધારામાં પ્રભુ રૂપનો અન્તિમ પડાવ. કેવું રૂપ પ્રભુનું ? સમવસરણમાં બિરાજમાન પ્રભુના રૂપને ભક્તની આંખો પીએ છે ત્યારે
‘કોડિ દેવ મિલકે કર ન સકે,
એક અંગુષ્ઠ રૂપ પ્રતિછન્દ;
ઐસો અદ્ભુત રૂપ તિહારો, બરસત માનું અમૃત કો બુન્દ...'
કરોડો દેવો પોતાના રૂપના જથ્થાને એકઠો કરે તોય પ્રભુના ચરણના અંગૂઠા જેટલું રૂપ થતું નથી.
અલક્ષ્ય પ્રભુ છે. એકાન્તવાદીઓ પ્રભુના સ્વરૂપને પરિલક્ષિત નહિ કરી શકે. અનેકાન્તવાદીઓ દ્વારા તે સ્વરૂપ લક્ષ્ય છે.
અગોચર. ઈન્દ્રિયો દ્વારા પ્રભુનું રૂપ નહિ દેખાય. અતીન્દ્રિય જ્ઞાન દ્વારા જોઈ શકાશે.
૩
‘પરમાતમ પરમીશો જી.’ પરમાત્મા પરમેશ્વર.
बन्धोदयोदीरणसत्त्वमुख्याः भावाः प्रबन्धः खलु कर्मणां स्यात् ।।
પ્રગટ્યો પૂરન રાગ
૧૨૫
Page #133
--------------------------------------------------------------------------
________________
પરમેશ્વર. પોતાના અનન્ત ગુણ-પર્યાયોના પણ પ્રભુ સ્વામી છે. અને દુનિયામાં પરમ ઐશ્વર્યવાન પણ પ્રભુ જ છે. પૂ. પદ્મવિજયજી મહારાજ પ્રભુના પ્રાતિહાર્ય આદિની ઋદ્ધિના સંબંધમાં કહે છે : “એ ઠકુરાઈ તુજ કે બીજે નવિ ઘટે હો !' '
યાદ આવે પૂજ્યપાદ જમ્બવિજયજી મહારાજ. પ્રભુના હીરાજડિત મુગટ વગેરેના સન્દર્ભમાં એમણે કહેલું : એ તો જગતનો ઠાકુર છે, ઠાકુર ! આ ઠકુરાઈ તો એને દ્વારે જ હોયને !
આવા પ્રભુની સેવા સાધક તરીકેની આપણી સંપત્તિને ચમકાવી મૂકે
એ પ્રભુની સેવા એટલે પ્રભુની આજ્ઞા શિરે ધારવી અને એને પાળવી.
૧ ૨૬
પ્રગટ્યો પૂરન રાગ
Page #134
--------------------------------------------------------------------------
________________
નકશો મઝાનો, યાત્રી આનન્દદાયિની
Page #135
--------------------------------------------------------------------------
Page #136
--------------------------------------------------------------------------
________________
પૂરી સ્તવનાની દોડતી યાત્રા - નકશો મઝાનો, યાત્રા આનન્દદાયિની
સ્તવનાની પહેલી કડી સાધકના લક્ષ્યને અભિચિત્રિત કરે છે. સાધકે માત્ર ને માત્ર આત્મકૃત્ય કરવું છે. શું છે નિજ કાર્ય ?"
વિભાવો-રાગ, દ્વેષ, અહમને છોડી; જ્ઞાન, દર્શન આદિ આત્મશક્તિ-આત્મગુણોને પ્રકટ કરી સાધકે સ્વરૂપદશામાં મહાલવાનું છે. - આ નિજકાર્ય કરવા માટેની સાધનાની સસૂત્ર રજૂઆત બીજી કડીથી પ્રારંભાય છે. મહાસતી રાજીમતિજીની પેઠે સાધક શ્રેષ્ઠ બુદ્ધિપ્રજ્ઞાને અવલમ્બીને પ્રભુનું / પ્રભુગુણોનું અવલમ્બન કરે છે. ઉત્તમના સંગમાં પોતાની ઉત્તમતા વધે અને ભીતરના અનન્ત આનન્દનો અનુભવ થાય.
પંચાસ્તિકાયમય આ લોકમાં અવલમ્બન કરવા યોગ્ય માત્ર પ્રભુ જ છે એ વાતની માંડણી ત્રીજી કડી કરે છે : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય વિજાતીય-જડ છે અને એ કોઈ દ્વારા ગ્રહણ કરી શકાય તેવા નથી, તેથી એ ત્રણનાં અવલમ્બનનો તો પ્રશ્ન જ નથી રહેતો.
૧. નેમિ જિનેસર નિજ કારજ કર્યું. છાંડ્યો સર્વ વિભાવો જી;
આતમશક્તિ સકલ પ્રગટ કરી, આસ્વાદ્યો નિજ ભાવો જી. ૨. રાજુલનારી રે તારી મતિ ધરી, અવલંખ્યા અરિહંતો જી;
ઉત્તમસંગે રે ઉત્તમતા વધે, સધે આનન્દ અનન્તો જી. ૩. ધર્મ અધર્મ આકાશ અચેતના, તે વિજાતિ અગ્રાહ્યો છે;
પુદ્ગલ ગ્રહવે રે કર્મકલંકતા, વાધે બાધક બાહ્યો છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
પુદ્ગલાસ્તિકાય છે તો જડ, પણ જીવ દ્વારા તે ગ્રહણ કરી શકાય તેમ છે. પરન્તુ આહારનાં કે ભાષાનાં કે વિચારનાં પુદ્ગલો રાગદ્વેષપૂર્વક ગ્રહાય છે ત્યારે કર્મબન્ધ થાય છે અને શુદ્ધ ચૈતન્ય દશા માટે બાધકરૂપ પરકર્તૃત્વ આદિની વિપરીત દશા વધે છે.
આત્મા સ્વગુણ આદિનો જ કર્તા અને ભોક્તા છે. પરનું કર્તુત્વ કે ભોક્તત્વ આત્મામાં ઘટતું નથી.
માટે, પુદ્ગલ દ્રવ્યનું પણ ગ્રહણ સાધકે કરવું નથી.
ચોથી કડી પાંચમા અસ્તિકાય-જીવાસ્તિકાયને કઈ રીતે અવલંબવો એ પર કેન્દ્રિત થઇ છે. જચેતનાને રાગી અને વીતરાગી એ રીતે વિકેન્દ્રિત કરીએ ત્યારે રાગી વ્યક્તિત્વો સાથે રાગ કરવાથી પોતાની ભીતર રાગદશા વધશે, અને એ રીતે સંસારનું પરિભ્રમણ ચાલુ રહેશે.
એની સામે, વીતરાગ પ્રભુ સાથે રાગ કરવાથી, પાંચમી કડીમાં બતાવ્યાં છે તે ચરણો પર ચાલવાથી, મુક્તિ મળે છે.
માટે વીતરાગ પ્રભુનું જ અવલંબન લેવું જોઈએ.
પાંચમી કડી પ્રભુ સાથે પ્રીતિ કરી કઈ રીતે મુક્તિપદ પમાય છે તેનાં ચરણોની વાત કરે છે : (૧) અપ્રશસ્ત રાગનો ત્યાગ, (૨) વીતરાગ પરમાત્મા સાથે પ્રશસ્ત રાગ, (૩) અશુભ કર્મોના આશ્રવનો રોધ, (૪) વીતરાગ પરમાત્મા પરના રાગ દ્વારા તેમના ગુણો પ્રત્યે અનુરાગ, (૫) તે ગુણોનું અનુભવન, (૬) સંવર ભાવની વૃદ્ધિ, (૭) નિર્જરા, (૮) શુદ્ધ સ્વરૂપનું પ્રાગટ્ય.
સ્વોપજ્ઞ સ્તબકમાં પ્રશસ્ત રાગ માટે પૂજ્યશ્રી લખે છે : ‘ગુણી અને ગુણોનો રાગ પ્રશસ્ત રાગ છે અને તે સાધનાકાળમાં ઉપયોગી છે.’
૪. રાગીસંગે રે રાગ દશા વધે, થાય તિણે સંસારો જી;
નીરાગીથી રે રાગનું જોડવું, લહિયે ભવનો પારો જી. અપ્રશસ્તતા રે ટાળી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાશે જી; સંવર વાધે રે સાધે નિર્જરા, આતમભાવ પ્રકાશે જી.
૫
૧૩૦
પ્રગટ્યો પૂરન રાગ
Page #138
--------------------------------------------------------------------------
________________
બારમા સ્તવનની બીજી કડીના સ્તબકમાં આ સંબંધમાં સરસ વાત આવી છે : “ગણધર ભગવાન ગૌતમસ્વામીજીને પ્રભુ મહાવીર દેવ પર પ્રશસ્ત રાગ હતો. આ વિષયમાં તત્ત્વથી અણજાણ લોકો કહે છે કે ભગવાન પ્રત્યેનો પ્રશસ્ત રાગ કેવળજ્ઞાનનો અવરોધક બન્યો હતો, માટે રાગ તો ત્યાજ્ય જ છે. એમણે વિચારવું જોઈએ કે ગૌતમસ્વામીજીનો પ્રશસ્ત રાગ ક્ષાયોપથમિક દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ રત્નત્રયીની સાધનાનો અવરોધક નહિ પણ દીપક હતો.
છઠ્ઠી કડી ઉપરનાં ચરણોને જ થોડાક ઊંડાણથી જુએ છે. જિનગુણાનુભૂતિ માટે અહીં આ માર્ગ બતાવ્યો છે : પ્રભુધ્યાનમાં તન્મયતા લાવીને નિજસ્વરૂપમાં તન્મયતા પ્રગટાવવાની. એ તન્મયતા શુક્લધ્યાનને આપશે. અને શુક્લધ્યાન મોક્ષનું કારણ છે.
- સાતમી કડીમાં સમાપન કરાય છે : પ્રભુની આજ્ઞાને બહુમાનપૂર્વક હૃદયમાં ધારવી અને તે આજ્ઞાનું પાલન કરવું આ છે પ્રભુની સેવા અને આ સેવા દ્વારા સાધનામાં વેગ લાવી સિદ્ધિ પ્રાપ્ત કરવાની.
કેવો સુરેખ નકશો ! આ નકશાને હાથવગો, હૈયાવગો રાખીએ, પછી રસ્તો ભૂલી જવાનો કે બીજા માર્ગે ચઢી જવાનો ભય કેવો ? - નકશો સાથે છે. યાત્રા શરૂ કરીએ.
૬ નેમિપ્રભુ ધ્યાને રે એકત્વતા, નિજ તત્ત્વ એકતાનો જી;
શુક્લધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહીયે મુક્તિ નિદાનો જી. ૬ ૭ અગમ અરૂપી રે અલખ અગોચરુ, પરમાતમ પરમીશો જી;
દેવચન્દ્ર જિનવરની સેવના, કરતાં વાધે જગીશો જી. ૭
પ્રગટ્યો પૂરન રાગ
૧૩૧
Page #139
--------------------------------------------------------------------------
________________
‘પ્રગટ્યો પૂરન રાગ...'
Page #140
--------------------------------------------------------------------------
________________
પરમપાવન શ્રી ગિરનાર મહાતીર્થનાં આન્દોલનોમાં ઝબોળાયેલી સ્વાધ્યાયની ક્ષણો : પ્રગટ્યો પૂરન રાગ..”
‘તુજ કરુણાધારમાં હું નિત્ય ભીંજાતો રહું; વહાલા ને મીશ્વર પ્રભુ, હું શરણ તો તારું ગ્રહું.” પરમપાવન ગિરનાર તીર્થમાં દાદા પરમતારક, મહામહિમ પ્રભુ શ્રી નેમિનાથ ભગવાનનાં ચરણોમાં આ પંક્તિઓ જ્યારે પેશ થઈ ત્યારે સાંભળનાર અમારા સહુની આંખો ભીંજાયેલી હતી. આ ગીત પેશ કરનાર હતા અમદાવાદથી આવેલ ભક્તહૃદયી રાજુભાઈ, સંપ્રતિ અને પ્રશમ.
તુજ કરુણાધારમાં.” કેવી કપાધારા પ્રભુની વહી કે ત્રીશત્રીશ વર્ષનાં વહાણાં વીત્યા પછી પ્રભુનું દર્શન થયું. કહો કે પ્રભુએ દર્શન આપ્યું. મનમાંથી પેલી પંક્તિ પ્રથમ દર્શને જ નીકળેલી : “કર કે કૃપા પ્રભુ દરિસન દીનો...”
પ્રભુએ અનરાધાર દર્શનસુખ આપ્યું. જો કે તોય આંખો કે મન ક્યાં ધરવ પામનાર હતા ? સાંજના સમયે આરતી પછી પ્રભુના ગર્ભગૃહનાં દ્વાર ધીરે ધીરે બચુભાઈ માંગલિક કરતા, એ સમયે બધા જ ભક્તોની પ્યાસી આંખો, તે દિવસ માટે, પ્રભુનું રૂપ છેલ્લે છેલ્લે જોઈ લેવા માટે, કહો કે આંખોમાં ભરી લેવા માટે ઉત્સુક બની રહેતી. અને એથી જ તો, સમણામાં દાદા આવી જતા ! પૂરા દિવસ પર દાદાનો અધિકાર હતો, તો રાત્રે વળી બીજા કોનો અધિકાર હોઈ શકે ?
Page #141
--------------------------------------------------------------------------
________________
એ દ્વારા માંગલિક થતી વખતે “ૐ હું અહં શ્રી નેમિનાથ સ્વામિને નમઃ” નો સમવેત સ્વરે થતો મત્રોચ્ચાર કાનમાં આજે પણ ગુંજી રહ્યો છે. અને એથી જ, અજારા તીર્થમાં પાંચ દિવસ સાંજની ભક્તિ પછી હું મુનિશ્રી કલ્પજ્ઞવિજયને અને ધર્મરુચિવિજયને ગિરનારના લયમાં જ અજારા પાર્શ્વનાથ પ્રભુના નામના મત્રોચ્ચાર માટે કહેતો. અને એ મન્નધ્વનિ સાંભળતાં પ્યાસી આંખો પુકારી બેસતી : “પ્રભુના ગર્ભગૃહનાં દ્વાર અહીં તો બંધ નહિ થઈ જાયને !”
ના, ત્યાં તો અમે વિદાય લઈએ ત્યાં સુધી પ્રભુ અમને જોયા કરતા. પૂજ્ય આનન્દઘનજી મહારાજ રચિત શ્રી નેમિનાથ પ્રભુની સ્તવનાની આ કડી - અર્થના ફેરફાર સાથે - તે વખતે મનમાં રમી રહેતીઃ
જિણ જોણે તુજને જોઉં રે, તિણ જોણે જુઓ રાજ; એકવાર મુજને જુઓ રે, તો સીઝે મુજ કાજ..૧૩
પ્રભુ ! હું ભીની ભીની આંખે તમને નિહાળી રહ્યો છું. તમે પણ વાત્સલ્યસભર આંખે એકવાર મને જુઓને !
ગિરનાર તીર્થમાં નેમિનાથ પ્રભુના દર્શન માટે કલાકો બેસીએ, પણ તૃપ્તિ ન થતી. એક ચુમ્બકીય આકર્ષણ અનુભવેલું.
અભિષેક વખતે તો કેવું અપૂર્વ દૃશ્ય જોવા મળતું ! મુંબઈથી પ્રભુભક્તિ અને તીર્થભક્તિ માટે ઘણા સમયથી આવીને ગિરનાર તીર્થમાં રહેતા ભક્ત બચુભાઈ દૂધના મોટા કળશો પ્રભુ પર ઢોળે ત્યારે શ્યામશ્વેત રંગનો અપૂર્વ જાદૂ જોવા મળતો. પૂ. ઉદયરત્નજી મહારાજની સ્તવનાનું મુખડું યાદ આવતું : “રાધા જેવાં ફૂલડાં, ને શામળ જેવો રંગ....”
૧૩૪
પ્રગટ્યો પૂરન રાગ
Page #142
--------------------------------------------------------------------------
________________
અભિષેકપર્વ ધરાઈને જોવા મળ્યું મહા વિદે ૧૨ના દિવસે, જ્યારે શક્રસ્તવના ઉચ્ચારણ સાથે અભિષેક ઉત્સવ રાખેલો. ભક્તહૃદયી હેમેન્દ્રભાઈ, જયેન્દ્રભાઈ, પુલિનભાઈ આદિ પણ આ ઉત્સવ પર ઉપસ્થિત હતા. એક શક્રસ્તવનું ઉચ્ચારણ પૂરું થાય અને અભિષેકનું નયન-પાવન દૃશ્ય જોવા આંખો તલસી રહે.
ભોંયરામાં બિરાજમાન અમીઝરા પાર્શ્વનાથ પ્રભુના દર્શનનો લહાવો પણ અદ્ભુત હતો. ભોંયરાની નાની જગ્યાને કારણે પ્રભુનાં આન્દોલનો માણવાનું સુખ પણ અપૂર્વ હતું. પૂજ્યપાદ સાધનામનીષી પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબ આદિ ઘણા દિગ્ગજ સાધકોએ આ પ્રભુ આગળ સાધના કરેલી છે. તેથી પ્રભુનાં આન્દોલનોની સાથે આવા શ્રેષ્ઠ ભક્તોનાં આન્દોલનો પણ આવા સ્થળે મળે.
સહસાવનમાં પણ ભક્તિ કરવાનો આનન્દ સરસ રહ્યો. ત્યાં, દીક્ષા કલ્યાણકની જગ્યાએ બે કલાક બોલવાનું થયેલું. પ્રશમના ભાવવાહી ગીતગાન અને એક કળાકારના સિતારવાદને ભાવધારા ઊંચકાઈ. પછી, નીરવ શાન્તિમાં તે પવિત્ર આન્દોલનોમાં ડૂબ્યા. પ્રભુની દીક્ષા સમયનાં આન્દોલનોને માણવાનો પ્રયાસ કર્યો. એમ લાગ્યું કે, શિબિકા સહસ્રામ્રવન (સહસાવન)માં આવ્યા પછી કેશલુંચન અને ‘કરેમિ... સામાઇયં' સૂત્ર ઉચ્ચ૨વા પ્રભુ સજ્જ થયા ત્યારે ઇન્દ્ર મહારાજે લોકોના કોલાહલને ઇશારાથી થોભાવ્યો અને જે નીરવ શાન્તિ તે ક્ષણે ત્યાં પથરાયેલી એ ક્ષણોમાં જાણે કે અમે પ્રવેશ્યા.
એ બે કલાકનો સમય, એ પછી ઘણીવાર ભીતર આવર્તિત થતો રહ્યો. કેવળજ્ઞાન કલ્યાણકની દેરીએ પણ બેઠા. આવા સ્થળે ધ્યાનમાં
જવાનો અર્થ છે સમયને પેલે પાર પહોંચી જવું. હજારો-લાખો વર્ષોના સમયના અન્તરાલને વીંધીને ઘટના જે ક્ષણે ઘટી હોય એ ક્ષણમાં પ્રવેશી શકીએ.
પ્રગટ્યો પૂરન રાગ
૧૩૫
Page #143
--------------------------------------------------------------------------
________________
સહસાવનમાં સ્થિરતા માટે પૂજ્યપાદ તપસ્વિસમ્રાટ હિમાંશુસૂરિ દાદાના સમાધિમન્દિરની બાજુની રૂમ મળેલી. ત્યાંનું પરિદૃશ્ય જોઈ હું ખુશ થઈ ગયો. રૂમમાં બેઠા બેઠા દાદાની ચરણપાદુકાનાં દર્શન થયા કરે.
અને બહાર, સમાધિમન્દિરવાળા છોબંધ ચોકમાં બેસું ત્યારે ચારે બાજુનાં આમ્રવૃક્ષોની હરિતિમા દેખાયા કરે. મોરના ટહુકા કર્ણપ્રિય લાગે. અને બચ્ચાંને છાતીએ વળગાડી કૂદતી વાંદરીઓને જોઈને માતૃત્વની ગરિમા દેખાય.
સહસાવનમાં, ગિરનાર તીર્થ પર અને તળેટીએ ગિરનાર તીર્થના મહિમાની વાતો સાંભળી અજોડ શાસનસમર્પિત પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખરવિજય મ. સા.ના શિષ્ય પૂજ્ય તપસ્વિરત્ન ધર્મરક્ષિતવિજય મહારાજ તથા ભીષ્મ તપસ્વી મુનિશ્રી હેમવલ્લભવિજયજીના મુખેથી.
બન્ને મુનિવરો ગિરનાર તીર્થની અને પ્રભુની અજોડ ભક્તિ કરી રહ્યા છે. એમની એ ભક્તિ જોઈ હૃદયે પ્રસન્નતા અનુભવી.
પ્રભુના આ દિવ્ય સાન્નિધ્યમાં સંતોનો સંગ પણ અદ્ભુત રહ્યો. આ. શ્રી મુનિચન્દ્રસૂરિજી, વિદ્વધર્મ ધુરધરવિજય મહારાજ, આ. શ્રી રાજપુણ્યસૂરિજી, આ. શ્રી રાજચન્દ્રસૂરિજી, પં. શ્રી પ્રશાન્તવલ્લભવિજયજી, મુનિ શ્રી અરિજિતશેખરવિજયજી આદિના સંગે પ્રભુભક્તિમાં ખૂબ આનન્દ આવ્યો.
ભીંજાવાનું ચાલુ રહ્યું. “તુજ કરુણાધારમાં, હું નિત્ય ભીંજાતો રહું...” એ ભીંજામણ કેવી હતી ?
પ્રશમ ગાઈ રહ્યો હતો : પ્રીતડી તારી ને મારી, કેટલી ઉમદા હશે; એક ઘડી તુજને ભૂલું ના, કેવું ઋણબંધન હશે..
૧૩૬
પ્રગટ્યો પૂરન રાગ
Page #144
--------------------------------------------------------------------------
________________
આંસુઓ એક દિવસ મારા, તુજને પીગળાવશે; આશ છે એવી હૃદયમાં, એક દિ તું મળવા આવશે...” પ્રશમ ! “આવશે” ની વાત ક્યાં છે ? પ્રભુ તો આ રહ્યા ! આવી ગયા, મળવા.
ભક્તિયોગાચાર્યોની વાણી યાદ આવે : પ્રભુ તમારી ભીતર અવતરવા માટે પ્રતીક્ષા કરી રહ્યા છે. ભક્તની વિરહાસક્તિ તીવ્ર બનતાં જ પ્રભુનું અવતરણ..
દાદા ! પ્રભુ ! તમારા આ ઋણમાંથી ક્યારે મુક્ત બનીશ ?
- ગિરનાર મહાતીર્થનાં આ પવિત્ર આન્દોલનોની પૃષ્ઠભૂ પર સ્વાધ્યાય થયો પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ કૃત શ્રી નેમિજિન સ્તવના પર. જે અહીં પ્રસ્તુત છે.
આન્દોલનો સ્વાધ્યાયની ક્ષણોને કેવી રીતે ઊચકે છે એ અહીં અનુભવાયું. અહીં તમારે બોલવું નથી કે લખવું નથી. પ્રભુકૃપા જ અહીં મુખરિત બને છે.
આન્દોલનોની ધારામાં રહેવાનું, ગિરનાર મહાતીર્થથી વિહાર થયા પછી પણ, ચાલુ રહ્યું. આ જ આન્દોલનોની ધારામાં વંથલી, માંગરોળ, ચોરવાડ, વેરાવળ, પ્રભાસપાટણ, દીવ, અજારાતીર્થ, ઉના, મહુવા, કદમ્બગિરિ તીર્થની યાત્રા થયા કરી. સ્વાધ્યાય ચાલુ જ હતો.
| ઉના શહેરથી નજીક આવેલ શાહબાગમાં એક રાત્રિનો થયેલો વસવાટ સ્મૃતિમાં કંડારાઈ ગયો છે. આખો બાગ નાળિયેરી અને આંબા વડે મનોરમ્ય. પ્રગટ્યો પૂરન રાગ
૧૩૭
Page #145
--------------------------------------------------------------------------
________________
અજારા તીર્થથી ઉના શહેરનો પૂરો માર્ગ આવા બગીચાઓ વડે સુરમ્ય છે. ફાગણ વદ-૧૧ (વિ.સં.૨૦૬૬)ની સાંજે ચાર વાગ્યે બાગમાં આવ્યા. જગદ્ગુરુ પૂજ્યપાદ હીરવિજયસૂરિ મહારાજના અન્તિમ સંસ્કારનું એ સ્થળ. બાગની વચ્ચે ચોકમાં હારબંધ દેરીમાં અલગ અલગ પૂજ્ય ગુરુભગવન્તોની ચરણપાદુકાઓ.
ચરણપાદુકાની કલ્પના ભવ્ય લાગે છે. સ્વામી રામ “હિમાલયન માસ્ટર્સ'માં લખે છે કે એમને એમના ગુરુએ એકવાર પુછેલું: લોકો સદ્ગુરુનો ચરણસ્પર્શ જ કેમ કરે છે ? ઉત્તર આપતાં ગુરુએ કહેલું : સદ્ગુરુ એટલે પ્રભુનાં ચરણોમાં ઝૂકેલું વ્યક્તિત્વ. પ્રભુની સમક્ષ સદ્ગુરુ બેઠેલ હોય અને પાછળ આપણે બેઠેલ હોઈએ ત્યારે આપણી તરફ લંબાયેલ હોય છે માત્ર એમનાં ચરણ... માટે ચરણ પૂજા.
મૂર્તિ અને અમૂર્તને જોડનાર કડી તરીકે પણ ચરણપાદુકાની સંકલ્પના મનોરમ્ય લાગે. સદ્ગુરુ મૂર્ત હતા. અત્યારે અમૂર્ત છે. અને ઑરા/આભા આન્દોલનો રૂપે કાર્ય કરી રહ્યા છે. એ મૂર્ત અને અમૂર્તનું વચલું અનુસન્ધાન તે ચરણપાદુકા.
ચરણપાદુકાની સમક્ષ ઝૂકતી વખતે પૂર્વે જીવન્ત એવા સદ્ગુરુની સ્મૃતિ દ્વારા ભક્તને સદ્ગુરુનું માનસ-પ્રત્યક્ષ થાય છે અને એ ચરણપાદુકા અમૂર્ત આભામંડળનો અનુભવ પણ કરાવે.
ઉનાના એક વયોવૃદ્ધ શ્રાવકે મને કહેલું કે આપની પાસે સમય ઓછો છે, તે મને ખ્યાલ છે, તો ય એક રાત્રી આપ ઉનાના એ ઉપાશ્રયમાં વીતાવજો, જ્યાં જગદ્ગુરુ પોતે રહેલા છે, અને જ્યાં તેઓશ્રીએ પોતાની દેહલીલા સંકેલી હતી. અને એક રાત શાહબાગમાં – તેઓ શ્રીમદ્ભા અન્તિમ સંસ્કારના સ્થળે – રોકાજો.
૧૩૮
પ્રગટ્યો પૂરન રાગ
Page #146
--------------------------------------------------------------------------
________________
ફા.વ.૧૦ની રાત ઉનાના એ ઉપાશ્રયમાં જગદ્ગુરુની મૂર્તિના સાન્નિધ્યમાં, તેમના પાવન ઉપનિષમાં વીતાવી... ફા.વ.૧૧ની રાત શાહબાગમાં.
સાંજે ચારેક વાગ્યે ઉનાથી નીકળી શાહબાગમાં આવ્યા. એક કલાક ચરણપાદુકાની સમક્ષ બેસવાનું થયું. ભક્તોએ જગદ્ગુરુશ્રીના જીવન - કવનને આવરી લેતી પૂજા ભણાવી.
હું ચારસો વરસ પહેલાંના વાતાવરણમાં ડૂળ્યો હતો. મારા મનને, અસ્તિત્વને તે સમયગાળામાં મૂકીને તે સમયના સ્પન્દનો માણવામાં મશગૂલ હતો.
પ્રતિક્રમણ પછી થોડીવાર સૂતો. મધરાતે જાગીને જગદ્ગુરુશ્રીનાં આન્દોલનોને પકડવાનો પ્રયત્ન કર્યો. એવો આભાસ થયો કે પહેલાંના સદ્ગુરુઓ ઉપવનમાં રહેતા તેમ આ મોટા સદ્ગુરુએ પણ પોતાની સાધનાને ઊંડાણનો આયામ આપવા માટે જાણે કે આ મનોહર ઉપવનમાં રહેવાનું સ્વીકાર્યું હોય.
બહુ મઝાની વાત એ બની કે ક્યાંક નદીકિનારે સમાધિસ્થળે નાની દેરી બંધાણી હોત કે ચરણપાદુકા તેમાં પધરાવાયેલ હોત તો આજુબાજુનું વાતાવરણ આ આન્દોલનોને એટલા વિસ્તરવા ન દેત. અહીં તો ચોપાસ મોટો બગીચો, ને વચ્ચે સમાધિસ્થળ. ચરણપાદુકામાં સંગૃહિત થયેલ આન્દોલનો ચોપાસ પ્રસર્યા જ કરે.
આવાં પવિત્ર આન્દોલનોથી સભર ભૂમિ પર એક રાત્રી ગાળવા મળી આ અનુભવ સ્મૃતિની મંજૂષામાં કાયમ માટે સંઘરાયેલ રહેશે.
જગદ્ગુરુની આ ચરણપાદુકાની પ્રતિષ્ઠા તેમના પટ્ટધર વિજયસેનસૂરિ મહારાજના વરદ હસ્તે થઈ હશે. અને એટલે ગુરુની શક્તિ અને શિષ્યની ભક્તિનું આ મઝાનું સંગમતીર્થ બન્યું શાહબાગ. પ્રગટ્યો પૂરન રાગ
૧૩૯
Page #147
--------------------------------------------------------------------------
________________
એમ લાગ્યું કે જગદ્ગુરુએ ઉનાના પોતાના અન્તિમ ચાતુર્માસમાં દૂર રહેલ પોતાના આ અન્હેવાસીને સાધનાની ગુહ્યતમ વાતો જણાવવા બોલાવ્યા હશે. વિનીત શિષ્ય સદ્ગુરુને મળે એ અગાઉ જ મહાગુરુએ ચિરવિદાય લીધી.
પરંતુ પરંપરાના મર્મજ્ઞ વિજયસેનસૂરિ મહારાજ જગદ્ગુરુશ્રીના આભામંડળમાં બેઠા હશે અને સાધનાની અણજાણ કડીઓ, કેડીઓ ખૂલવા લાગી હશે.
આપણા યુગમાં પણ થોડાક સાધકો આ સ્થળે બેસી ધ્યાનમાં જગદ્ગુરુની ઑરાને ઝીલે અને શ્રીસંઘને સાધનાનું બળ આપે એવો વિચાર થયેલો. કદાચ એ પણ એ પવિત્ર આન્દોલનો દ્વારા પ્રેષિત વિચાર હશે.
દાદાશ્રી નેમિનાથ ભગવાનના અને જગદ્ગુરુનાં આન્દોલનોમાં ભીંજાયેલ સ્વાધ્યાય અહીં પ્રસ્તુત છે.
આચાર્ય યશોવિજયસૂરિ
૧૪૦
કદમ્બગિરિ તીર્થ, ચૈ.સુ.૧૦, ૨૦૬૬
પ્રગટ્યો પૂરન રાગ
Page #148
--------------------------------------------------------------------------
________________
આચાર્યશ્રી કારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલી
- પ્રભુવાણી પ્રસાર સ્થંભ - ૧,૧૧,૧૧૧ • શ્રી સમસ્ત વાવ પથક જૈન શ્વે. મૂ. પૂ. સંઘ - ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા સ્મૃતિ • શેઠશ્રી ચંદુલાલ કાલચંદ પરીખ પરિવાર. વાવ-બનાસકાંઠા.
શ્રી સિદ્ધગિરિ ચાતુર્માસ આરાધના (સં. ૨૦૫૭) દરમ્યાન થયેલ જ્ઞાનખાતાની આવકમાંથી. હસ્તે શેઠશ્રી ધુડાલાલ પુનમચંદ હક્કડ પરિવાર. ડીસા બનાસકાંઠા શ્રી ધર્મોત્તેજક પાઠશાળા શ્રી ઝીંઝુવાડા જૈન સંઘ. ઝીંઝુવાડા. શ્રી સુઈગામ જૈન સંઘ. સુઈગામ (વાવ પથક) બનાસકાંઠા. શ્રી વાંકડિયા વડગામ જૈન સંઘ. વાંકડિયા વડગામ. શ્રી ગરાંબડી જૈન સંઘ. ગરાંબડી (વાવપથક) બનાસકાંઠા. શ્રી રાંદેરરોડ જૈન સંઘ - સુરત. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન સંઘ - પાર્લા (ઈસ્ટ), મુંબઈ. , શ્રી આદિનાથ તપાગચ્છ શ્વેતામ્બર મૂ.પૂ. જૈન સંઘ, કતારગામ-સુરત.
શ્રી કૈલાસનગર જૈન સંઘ, કૈલાસનગર, સુરત. • શ્રી ઉચોસણ જૈન સંઘ, સમુબા શ્રાવિકા આરાધના ભવન, સુરત જ્ઞાનખાતેથી
પ્રભુવાણી પ્રસારક - ૬૧,૧૧૧ • શ્રી દિપા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, રાંદેરરોડ, સુરત.
પ્રભુવાણી પ્રસાર અનુમોદક - ૩૧,૧૧૧ • શ્રી મોરવાડા જૈન સંઘ, મોરવાડા (વાવ પથક) બનાસકાંઠા • શ્રી ઉમરા જૈન સંઘ, સુરત.
શ્રી શત્રુંજય ટાવર જૈન સંઘ, સુરત. શ્રી ચૌમુખજી પાર્શ્વનાથ જૈન મંદિર ટ્રસ્ટ, શ્રી જૈન શ્વેતાંબર તપાગચ્છ સંઘ - ગઢસિવાના (રાજ.) * શ્રીમતી તારાબેન ગગલદાસ વડેચા-ઉચાસણ શ્રી સુખસાગર અને મલ્હાર એપાર્ટમેન્ટ સુરતની શ્રાવિકાઓ તરફથી રવિજ્યોત એપાર્ટમેન્ટ, સુરતની શ્રાવિકાઓ તરફથી અઠવાલાઈન્સ જૈન સંઘ, પાંડવબંગલો, સુરત શ્રાવિકાઓ તરફથી શ્રી આદિનાથ તપાગચ્છ જૈમૂર્તિપૂજક જૈન સંઘ, કતારગામ, સુરત. શ્રીમતી વર્ષાબેન કર્ણાવત, પાલનપુર
પ્રભુવાણી પ્રસાર ભક્ત - ૧૫,૧૧૧ શ્રી દેશલપુર (કંઠી) અજીતનાથ જૈન દેરાસર (શ્રી પાર્જચંદ્ર ગચ્છ જૈન સંઘ) કચ્છગુજરાત. મુનિરાજશ્રી ભુવનચન્દ્રજી મ.સા.ની પ્રેરણાથી. પૂજ્ય મુનિશ્રી ભુવનચન્દ્રજી મ.સા.ની પ્રેરણાથી શ્રી પાર્શ્વચન્દ્રસૂરિશ્વર ગચ્છ સંઘ-ધ્રાંગધ્રા (ગુજરાત) શ્રી અઠવાલાઈન્સ જૈન સંઘ, સુરત શ્રાવિકા ઉપાશ્રય
પ્રગટ્યો પૂરન રાગ
૧૪૧
Page #149
--------------------------------------------------------------------------
________________
પ.પૂ.આચાર્ય યશોવિજયસૂરિ મહારાજ દ્વારા લખાયેલ પુસ્તકો
• દરિસન તરસીએ ... ભા. ૧-૨ (દ્વિતીય આવૃત્તિ)
(ભાગવતી સાધનાની સસૂત્ર વ્યાખ્યા) • “બિછુરત જાયે પ્રાણ .....' (દ્વિતીય આવૃત્તિ). (પૂજ્યપાદ સિદ્ધર્ષિ મહારાજ કૃત જિન સ્તવના પર સંવેદના)
સો હી ભાવ નિર્ચન્હ ......” (સમાધિશતક, કડી ૧ થી ૩૦ ઉપર વિવેચના) “આપ હી આપ બુઝાય ....” (સમાધિશતક, કડી ૩૧ થી ૫૧ ઉપર વિવેચના) • “આતમજ્ઞાની શ્રમણ કહાવે .....”
(ઉત્તરાધ્યયન સૂત્રના ૧૫મા સભિખું અધ્યયન ઉપર સંવેદના) • “મેરે અવગુન ચિત્ત ન ધરો ...' (દ્વિતીય આવૃત્તિ)
(કુમારપાળ ભૂપાળ કૃત “આત્મનિન્દા કાર્નિંશિકા' પર સંવેદના) • રાષભ જિનેસર પ્રીતમ માહરો રે .
(શ્રી આનંદઘનજી મહારાજની સ્તવનાઓ પર સંવેદના) (સ્તવન-૧ થી ૫) : • પ્રભુનો પ્યારો સ્પર્શ
(પરમ પાવન શ્રી દશવૈકાલિક સૂત્ર (૧ થી ૪) પરની વાચનાઓ) આત્માનુભૂતિ (યોગપ્રદીપ, જ્ઞાનસાર આદિ ગ્રન્થો તથા પૂ. ચિદાનંદજી મહારાજનાં પદોમાં મળતાં સાધના
સૂત્રો પર વિશ્લેષણ) • અસ્તિત્વનું પરોઢ (હૃદયપ્રદીપ પત્રિંશિકા પર સ્વાધ્યાય) • અનુભૂતિનું આકાશ.
(પૂ. દેવચન્દ્રજી મહારાજની અષ્ટપ્રવચન માતાની સઝાય પર અનુપ્રેક્ષા) • રોમે રોમે પરમપર્શ (દેવાધિદેવ પ્રભુ મહાવીરની સાડાબાર વરસની લોકોત્તર સાધનાની આંતર કથા)
પ્રભુના હસ્તાક્ષર (પરમ પાવન ઉત્તરાધ્યયન સૂત્રનાં કેટલાંક સાધના સૂત્રો પર સ્વાધ્યાય) • ધ્યાન અને કાયોત્સર્ગ (દ્વિતીય આવૃત્તિ)
(ધ્યાન અને કાયોત્સર્ગ વિશેનો શાસ્ત્રીય સન્દર્ભો સાથેનો સ્વાધ્યાય) • પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે (નવપદ સાધના)
એકાન્તનો વૈભવ (દ્વિતીય આવૃત્તિ) (સ્મરણ યાત્રા) • સાધનાપથ (પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ કૃત શ્રી સુવિધિનાથ જિનસ્તવના પર સ્વાધ્યાય)
રસોર્વે સર (પૂજયપાદ દેવચન્દ્રજી મહારાજ કૃત શ્રી અભિનન્દન જિનસ્તવના પર સ્વાધ્યાય) • પરમ ! તારા માર્ગે (પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ કૃત પ્રભુ મહાવીર સ્તવના પર સ્વાધ્યાય
Page #150
--------------------------------------------------------------------------
________________ પ્રગટ્યો પૂરા શમ KIRIT GRAPHICS 0 9 89 8490 0 91