Book Title: Parmatma Prakash
Author(s): Yogindudev, Ravjibhai C Desai, Gunbhadra Jain
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/008277/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રીમદ્ યોગીન્દુદેવ-વિરચિત ૫૨માત્મપ્રકાશ ગુજરાતી ગદ્ય-પદ્યાનુવાદ જ ઇટ, શાએ ૨૦. anche Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રીમદ્ સદ્દગુરવે નમોમનઃ શ્રીમદ્ યોગીન્દુદેવ-વિરચિત ૫૨માત્મપ્રકાશ ગુજરાતી ગદ્ય-પદ્યાનુવાદ પદ્યાનુવાદકઃ શ્રી રાવજીભાઇ છે. દેસાઈ ગધાનુવાદક: શ્રી પંડિત ગુણભદ્ર જૈન પુસ્તક પ્રાપ્તિ સ્થાન: શ્રી પરમશ્રુત પ્રભાવક મંડલ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ચોકસી ચેમ્બર્સ, ૨ જે માળે સ્ટેશનઃઅગાસ,પોસ્ટ:બોરીયા ખારાકુવા, ઝવેરી બજાર, પીનઃ ૩૮૮ ૧૩) મુંબઈ –૪OO OOR ગુજરાત Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & our Request This shastra has been kindly donated by by Kusumben Amritlal Bavisha and Ansuyaben Anupchand Bavisha who have paid for it to be "electronised" and made available on the internet in memory of Anupchand Dahyalal Bavisha. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of Parmatma Prakash is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Version History Version Date Version Number Date Changes Changes 001 27 May 2002 First electronic version. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશક: મનુભાઈ ભ. મોદી પ્રમુખ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્ટેશનઃ અગાસ, વાયા આણંદ પોસ્ટ: બોરીયા પીન: ૩૮૮૧૩) ગુજરાત પ્રત વિક્રમ સંવત ઈસ્વીસન ૧OOO ૨૦૧૩ ૧૯૫૭ પ્રથમ આવૃત્તિ દ્વિતીયાવૃત્તિ તૃતીયાવૃત્તિ ૧OOO ૨૦૩) ૧૯૭૩ ૧OOO ૨૦૪૮ ૧૯૯૨ મુદ્રક: અનામીકા ટ્રેડીંગ કું, ભવાની શંકર રોડ, દાદર મુંબઈ –૪OO ૦૨૮ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જે સત્પરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કર્યો છે, તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરુષો તેનાં ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો. જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેના વચનને અંગીકાર. કર્યે સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમકે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જેણે કંઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્યા છે, માટે મારી છે, એમ કદી જોયું નથી, એવા જે પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો ! -શ્રીમદ્ રાજચંદ્ર નિવેદન પરમાત્મપ્રકાશના ગુજરાતી ગદ્ય-પદ્યાનુવાદની બધી જ પ્રતો ઘણો વખતથી ખલાસ થઈ ગઈ હોવાથી અને તેની માગણી ચાલુ રહેલી હોવાથી આ તેની ત્રિતીયાવૃત્તિ પુનર્મુદ્રણ રૂપે મુમુક્ષુ આત્મબંધુઓના કરકમળમાં મૂકતાં આનંદ થાય છે. સત્ સાધકોને આત્માર્થ સાધનામાં તે ઉપયોગી થાઓ! -પ્રકાશક Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમવૃત્તિનું નિવેદન હું કોણ છું? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા; તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત-તત્ત્વ અનુભવ્યાં. –અમૂલ્ય તત્ત્વવિચાર-શ્રીમદ્ રાજચંદ્ર સર્વ ફલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એક આત્મજ્ઞાન તે આત્મવિચાર વિના ઉદ્દભવે નહિ. એવી અપૂર્વ આત્મવિચારણા જાગૃત કરવા અને આત્મજ્ઞાનના કારણરૂપ થવા સમર્થ એવા સમ્બોધથી પ્રપૂર્ણ અધ્યાત્મગ્રંથોમાં પરમાત્મપ્રકાશ એ એક અમૂલ્ય ગ્રંથ છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી સમક્ષ એ ગ્રંથનો સ્વાધ્યાય થતો હતો તે વખતથી જેને તેનું અપૂર્વ માલભ્ય લાગેલું એવા પૂજ્યાત્મા શ્રીયુત હીરાલાલ એમ. શાહ (ઝવેરી) એ થોડા વખત પહેલાં પ્રસંગોપાત્ત મને લખ્યું કે તત્ત્વજ્ઞાન તરંગિણીનો ગૂર્જરાનુવાદ તમે કર્યો છે તેવો ઈપ્રોપદેશ અને પરમાત્મપ્રકાશનો અનુવાદ જો કરો અને આશ્રમ તરફથી પ્રકાશિત થાય તો મુમુક્ષુજનોને ઘણો ઉપયોગી થઈ પડે. ગુગમનું માહભ્ય સમજાયું હોય તેને માટે પરમાત્મપ્રકાશ નિશ્ચયનયપ્રધાનગ્રંથ હોવા છતાં પ. પૂ. પ્રભુજીએ આપેલ દષ્ટિએ સ્વાધ્યાય થાય તો આત્મશ્રેયસ્કર આત્મવિચારણા જગાવવા પ્રબળ કારણ બને તેમ છે. આ પરમાર્થ- પ્રેરણાથી પ્રોત્સાહિત થઈ મેં તે બન્ને ગ્રંથોનો અનુવાદ કરવાનો વિચાર કર્યો. ઈટ્રોપદેશનો પદ્યાનુવાદ તરત જ પ્રથમ કરીને ગદ્યાનુવાદ માટે વિચારતો હતો ત્યાં, શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ હિન્દીમાં તેનો સરળ અને સુંદર અનુવાદ બહાર પાડે છે, એમ જાણવામાં આવતાં ગુજરાતી પદ્યાનુવાદ તેમાં જ સામેલ કરવા ત્યાં મોકલી આપ્યો-અને ગુજરાતી ગધ હવે ખાસ જરૂરી નહિ જણાતાં તે વિચાર ઉપશમાવ્યો. ત્યાર પછી પરમાત્મપ્રકાશનો પદ્યાનુવાદ દોહરામાં તૈયાર કર્યો અને ગદ્યાનુવાદ તૈયાર કરવા જતાં પંડિતજી શ્રી ગુણભદ્રજીએ કહ્યું કે મેં તેનો અનુવાદ કરેલો છે તે જ ઉપયોગમાં આવે તો જુઓ. આથી તે અનુવાદ મેં જોયો અને ટ્રસ્ટીબંધુઓની સભાવના અનુસાર તેને સાધંત તપાસી જઈ મુમુક્ષુજનોને ઉપયોગી થાય એ લક્ષે યોગ્ય સુધારો કરી તેને યથાયોગ્ય ઓપ આપવા યથાશક્તિ પ્રેમ-પરિશ્રમ લીધો, જેથી આ અનુવાદ પ્રસિદ્ધિ પામી મુમુક્ષુ મહાશયોના કરકમળમાં આવે છે, જે અત્યંત હર્ષનું કારણ છે. આ પ્રકાશન માટે પૂજ્ય પવિત્રાત્મા શ્રી હીરાલાલભાઈની આધ-પ્રેરણા ન થઈ હોત તો તે ભાગ્યે જ પ્રસિદ્ધિ પામત માટે તેના પ્રકાશનનો સર્વ યશ અને આભાર એ મહાનુભાવને જ ઘટે છે; કે જેમની હિતાવહ પ્રેરણા મુમુક્ષુજનોને અધ્યાત્મરંગ રંગિત બનાવી આત્મજ્ઞાન –આત્મદર્શન-આત્મસમાધિરૂપ આત્મિક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સુખસમુદ્રના અમૃતરસમાં નિમગ્ન કરવા ઉપકારી થાય એવા આ અમૂલ્ય ગ્રંથની પ્રાપ્તિ કરાવે છે. પ્રાયે નિશ્ચયનયનાં શાસ્ત્રો ગુરૂગમ વિના શસ્ત્રરૂપ થઈ પડે છે અર્થાત્ આત્મહિતને હાનિકર્તા થાય છે. પરમાત્મપ્રકાશ પ્રભુશ્રીજી સમક્ષ વંચાવવાનું શરૂ કર્યું ત્યારે તેઓશ્રીએ નીચે પ્રમાણે બોધ કર્યો હતો: આ એક વચન અવશ્ય સ્મરણમાં રાખશો કે શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો પુરુષોના અંતરાત્મામાં રહ્યો છે. પરમાત્માને ધ્યાવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન આત્મા સપુરુષના ચરણ કમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. આવાં પુસ્તકો વાંચતાં જીવ કયાંની કયાં ભૂલ કરે છે- નહિ માની બેસવાનું માની અર્થનો અનર્થ કરે છે. સમજ્યો ન હોય તે સમજ્યો છે એવું બોલતાં શીખી જાય છે. માટે નિશ્ચયવાણી સાંભળી સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. નિશ્ચયવાણી અગ્નિ જેવી છે-કોઈ હાથથી અગ્નિ પકડવા જાય તો બળી જાય, તેને પકડવા ચીપિયા જેવું કોઈ સાધન જોઈએ. તે સાધન ગુરુ પાસે છે. લખેલું બધું સાચું છે પણ તેનું ભાન જ્ઞાનીને છે.” માટે જ્ઞાની પુરુષ પાસેથી પ્રાપ્ત દષ્ટિએ આવાં શાસ્ત્રો વિચારતાં આત્મહિત થવા યોગ્ય છે. શ્રી યોગીદવ રચેલ યોગસાર નામે ગંથ કે જેના ૧૦૮ ઘેહા કે તેનો ગૂર્જરપદ્યાનુવાદ પણ ઉપયોગી જાણી આ ગ્રંથ અંતે સામેલ કર્યો છે. તેમ જ પરમાત્મપ્રકાશના ગુજરાતી અને હિન્દ ઘેહરા પણ ઉપયોગી જાણી ગ્રંથની ક્વટે સળંગ આપ્યા છે. આ ગ્રંથનો સદુપયોગ, પરમાત્મપદાભિલાષી સજ્જનોને પરમાત્મપદની આરાધનામાં, આત્મશ્રેય સાધવામાં, પ્રબળ ઉપકારક બનો અને દુર્લભ એવા અપૂર્વ જોગની સાર્થક્તા કરાવવામાં અધ્યાત્મભાવના–ભૂષિત કરી બોધિ અને સમાધિ સુખની પ્રાપ્તિ કરવામાં વા આત્મવિચારણા જગાવવામાં-પ્રબળ સયક બનો એ જ અભ્યર્થના. સુખધામ અનંત સુસંત ચહી, ( દિન રાત્ર રહે તધ્યાનમહીં પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ, વાયા આણંદ. અધ્યાત્મરસિક સં. ૨૦૧૩ના પોષ સુદ ૧૫ રાવજીભાઈ દેસાઈ તા. ૧૬-૧-૧૯૫૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમવૃત્તિની પ્રસ્તાવના સમસ્ત વિશ્વમાં એક પણ જીવ એવો નહિ હોય કે જે સુખ તથા શાંતિને ન ઈચ્છતો હોય તથા રાત-દિવસ તેને માટે અનેક પ્રકારના લૌકિક પુરુષાર્થમાં પ્રવર્તન ન કરતો હોય છતાં તેને યથાર્થ આત્મિક સુખનો એક અંશ પણ પ્રાપ્ત થતો નથી; પરંતુ નિરંતર અપાર દુઃખ જ અનુભવાય છે. સર્વ સાંસારિક સુખ કલ્પનાજન્ય સુખ છે અર્થાત્ તે સુખ સુખરૂપ ન હોવા છતાં સંસારી મોહી જીવોએ તેને સુખ માની લીધું છે. પરમાર્થ દષ્ટિએ જે વિચાર કરીએ તો તે દુ:ખનું જ રૂપાંતર છે. અજ્ઞાનને આધીન થઈ જીવ પુણ્યોદયને સુખ માની બેસે છે, પણ માની લીધેલા તે સુખના અંતરંગમાં અપાર અશાંતિ તથા અત્યંત આકુળ-વ્યાકુળતા ભરેલી છે. એ ક્ષણિક સુખ સુખ નથી. એ સુખની પાછળ અનેક જાતનાં દુઃખ પોતાનાં દર્શન આપ્યા જ કરે છે. મહાન તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ પોતાના કાવ્યમાં લખ્યું છે. કે “લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો; વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો! એક પળ તમને હવો!” તીવ્ર મિથ્યાદર્શન ઉદયને લીધે જીવ યથાર્થ સુખને સમજી શકતો નથી. આ વાત નિર્વિવાદ સિદ્ધ છે કે લોકમાં તો સુખ નથી. ત્યારે પ્રશ્ન થાય છે કે સુખ શામાં છે? તથા તેના ઉપાયો કયા ઈત્યાદિ, એનો ઉત્તર મહાપુરુષોએ શાસ્ત્રોમાં અનુભવપૂર્વક આપેલ છે. શ્રી પૂજ્યપાદ સ્વામી સમાધિ શતકમાં સ્પષ્ટ જણાવે છે કે आत्मविभ्रमजं दुःखमात्मज्ञानात्प्रशाम्यति। नायतास्तत्र निर्वान्ति कृत्वापि परमं तपः।। १।। આત્મબ્રાન્તિથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્મજ્ઞાનથી નાશ પામે છે. બાકી આત્મજ્ઞાન વગરનાં તીવ્ર તપ આદિ મોક્ષનાં સાધક બનતાં નથી. એ જ વાતને શ્રીમદ્દજી જણાવે છે કે- “સર્વ કલેશથી અને સર્વદુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે, વિચાર વિના આત્મજ્ઞાન થાય નહિ અને અસત્સંગ તથા અસસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી એમાં કિંચિત માત્ર સંશય નથી.” આત્મજ્ઞાન એટલે આત્મા ભૌતિક પદાર્થોનું મમત્વ તજીને, મહાપુરુષોએ જે પ્રમાણે આત્મા જાણ્યો અને અનુભવ્યો છે તે જ પ્રમાણે જાણે, શ્રદ્ધા અને અનુભવે. ત્રણે કાળમાં આ જ સુખી થવાનો માર્ગ છે. સંસારનાં બધાં દર્શનો અને મતો જીવના કલ્યાણ અર્થ ઉત્પન્ન થયાં છે. પણ એક વીતરાગ દર્શન વિના અન્ય દર્શનોમાં તે વાત અત્યંત અવિરોધી દેખાતી નથી. યથાર્થ આત્મજ્ઞાન થવાથી આ આત્મા કર્મ, કર્મનાં કારણો, આત્મા તથા પરમાત્મા શું છે તે સત્યપણે જાણી શકે છે. તે પહેલાં તે વિષયમાં સંદિગ્ધ રહ્યા કરે છે. આત્માનું યથાર્થ કલ્યાણ મોક્ષ છે. સમ્યગ્દર્શન (આત્મજ્ઞાન) વિના મોક્ષની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates યથાર્થ પ્રતીતિ આવતી નથી. તેની સત્યશ્રદ્ધાનું બાહ્ય કારણ સત્પુરુષોનો સમાગમ તથા તેઓનાં કહેલાં વચનોનું નિરંતર હૃદયની શુદ્ધિપૂર્વક નિષ્પક્ષપાતપણે શ્રવણ તથા મનન છે. અને અત્યંતર કારણ દર્શનમોહનીયનો ક્ષય ક્ષયોપશમ તથા ઉપશમ છે. વીતરાગશ્રુતના અભ્યાસથી દર્શનમોહનીય કર્મનો અનુભાગ (રસ) ઓછો થાય છે અને કાળે કરીને જીવ તત્ત્વની સમ્યક્ પ્રતીતિને પામે છે. આ પરમાત્મ-પ્રકાશ (શાસ્ત્ર) માં ગ્રંથકારે આત્મા પરમાત્મા કેમ થાય છે, તે સંબંધી બહુ સારી રીતે પ્રકાશ પાડયો છે. પરમાત્મ તત્ત્વને સમજવા માટે આના જેવો સરળ અને સુંદર ગ્રંથ ભાગ્યે જ કોઈ હશે. મુમુક્ષુઓને તો આ ગ્રંથ અવશ્ય મનન કરવા તથા વિચારવાયોગ્ય છે. નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મા કેવો છે? વ્યવહારનયની દૃષ્ટિમાં જે ભેદો દેખાય છે તેનો આત્માની સાથે કેવો સંબંધ છે, આત્મા કઈ અવસ્થામાં આવ્યો હોય તો મોક્ષ થાય ઈત્યાદિ વાતો પાઠકોને અન્ય ગ્રંથોની સહાય વગર પણ સમજાય એવી આ ગ્રંથની રચના છે. આચાર્યે એક એક વાતને સમજાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે. ગ્રંથકાર કોઈ અપૂર્વ પ્રતિભાશાળી હતા એમ ગ્રંથની શૈલી પરથી ભાસ થાય છે. જે વસ્તુ આચાર્ય શ્રી કુંદકુંદસ્વામીએ સમયસાર, પ્રવચનસાર તથા નિયમસારમાં પ્રગટ કરી છે તે વસ્તુ જ સંક્ષેપમાં શ્રી જોઈન્દુદેવે આ ગ્રંથમાં સમાવી દીધી છે. શાંત તથા વૈરાગ્યયુક્ત ચિત્તથી જો શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવશે તો મને લાગે છે કે જીવ અવશ્ય આત્મકલ્યાણ કરી શકશે. તે આ ગ્રંથ ઉપર શ્રી બ્રહ્મદેવની અતિશય સરળ સંસ્કૃત ટીકા છે, અનુસારે પં. દૌલતરામજીએ હિન્દી ભાષામાં તેનો અંશતઃ અનુવાદ કર્યો છે. અધ્યાત્મશાસ્ત્રોમાં પ્રધાનપણે શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિથી વસ્તુસ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવે છે; જેથી જીવ વર્તમાનની ર્કાધીન અવસ્થાને મૂળ સ્વરૂપ ન માની પોતાના મૂળ સ્વરૂપ પ્રત્યે લક્ષ્ય આપે. શુદ્ધાત્મસ્વરૂપનું લક્ષ્ય જ આત્માને શુદ્ધતા ભણી પ્રેરે છે. વ્યવહારનય આત્માના મૂળ સ્વરૂપને ગૌણ કરીને કર્મનિત ભાવોને આત્મસ્વરૂપ ક્લે છે. બન્ને નયોને યોગ્ય રીતે જાણવાથી શંકાઓને અવકાશ જ નથી. નય વસ્તુ સમજવાની દૃષ્ટિ છે. બન્નેય પોતપોતાની દૃષ્ટિએ સત્યને પ્રતિપાદન કરે છે, પણ એક્બીજાનો વિરોધ કરતા નથી, અપેક્ષા રાખીને વાત કરે છે. કેટલાક માણસોની માન્યતા છે કે અધ્યાત્મશાસ્ત્રોના શ્રવણથી અથવા વાંચનથી આત્મા શુષ્ક થઈ જાય છે, જપતપ આદિ ઉ૫૨ રુચિ રહેતી નથી. પણ તેમાં અધ્યાત્મશાસ્ત્રોનો શો વાંક? કોઈ પણ વીતરાગ શ્રુતમાં ક્રિયાકાંડ, જપતપ આદિ તજીને શુષ્ક બની જવાનો ઉપદેશ કે આદેશ નથી. અધ્યાત્મશાસ્ત્રોથી તો આત્મભાવના વિશેષ દૃઢ થઈ જે માર્ગેથી કર્મક્ષય થાય તે માર્ગ વીતરાગના ઉપાસકો ભાવ-ભક્તિ સહિત આદરે છે. પહેલો ત્રિવિધ આત્માધિકાર અને બીજો મોક્ષ માર્ગાધિકાર એમ આ ગ્રંથમાં બે અધિકાર છે. પ્રથમ અધિકારમાં મંગલાચરણ પછી જ શ્રી પ્રભાકર ભટ્ટ આચાર્યશ્રીને પૂછે કે હે ભગવાન્ ! આ અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતાં માર્ચે અનંતકાલ વ્યતીત થયો છે. તેમાં મને કોઈ સમયે સુખની પ્રાપ્તિ થઈ નથી પણ અપાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates માન દુ:ખો જ ભોગવ્યાં છે. તો હવે એવી કંઈ કૃપા કરો કે જેથી ચતુર્ગતિનું પરિભ્રમણ ટળે અને આત્મસ્વરૂપનો લાભ થાય. અલ્પસંસારી, આસન્નભવ્ય જીવોને જ આવા ભાવવાહી આંતરિક પ્રશ્નો ઉદ્દભવે છે. ગ્રંથકાર સમાધાન કરતાં મનમાં સમજે છે કે જ્યાં સુધી સત્ય રીતે આત્મા જાણવામાં ન આવે ત્યાં સુધીનાં સમાધાન પથ્થર પર પાણી સમાન છે. માટે તે પ્રથમ કહે છે કે, આત્મા ત્રણ પ્રકારના છે: બહિરાત્મા સંસારના પદાર્થોમાં અર્થાત્ દેહાદિને આત્મા માને છે, પરમાર્થની યથાર્થ શ્રદ્ધા પામતો નથી. અંતરાત્મા શીરાદિ પરવસ્તુઓથી ભિન્ન આત્મતત્ત્વને યથાર્થપણ શ્રદ્ધે છે અને પરમાત્મા સર્વ પ્રકારની કર્મની ઉપાધિથી રક્તિ પરમશુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન છે. પરમાત્મ-સ્વરૂપનું ગ્રંથકાર બહુ વિસ્તારથી યુક્તિપૂર્વક વિવેચન કરે છે. દેહાત્મષ્ટિવાળા જીવને સંબોધતાં આચાર્યશ્રી કહે છે કે હૈ ભાઈ, તમે જીવ (આત્મા ) અને અજીવ (શરીર ) ને એક્મક ન કરો. કારણ કે લક્ષણથી બન્ને પદાર્થો જુદા જુદ છે. જે પર છે, તે પર જ છે અને આત્મા પોતાના સ્વરૂપ સાથે અભિન્ન છે એ જ અધિકારમાં મોક્ષ એટલે પરમાત્મપદ પામવાનો ઉપાય બતાવવામાં આવ્યો છે. હૈ યોગી, આ શરીર છેદાય, ભેદાય અથવા નાશ પામે તો ભલે પણ તું નિર્મળ આત્મ-ભાવના ભાવ કે જેથી સંસાર-સાગરનો પાર પામીશ. આત્મભાવના જ મોક્ષનો સરળ અને શાંત ઉપાય છે. શ્રીમદ્દજીએ પણ કહ્યું છે કે“ આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવલજ્ઞાન રે.” ગ્રંથમાં સમતાનો જે મહિમા કહ્યો છે તે પણ સ્વચિત્તમાં વિચારવાયોગ્ય છે. આ આત્મદેવ દેરાસરમાં નથી, પાષાણની પ્રતિમામાં નથી, કે ચિત્રમાં નથી. પરંતુ એ અક્ષય નિરંજન જ્ઞાનમય પરમાત્મા સમતા રસમાં પરિણમી રહેલા સત્પુરુષોમાં જ વિરાજમાન છે. બીજા મહાધિકારના પ્રારંભમાં શિષ્ય સવિનય શ્રી ગુરુને કહે છે કે- હૈ ગુરુદેવ, આપ કૃપા કરીને મને મોક્ષ, મોક્ષનું કારણ તથા મોક્ષનું ફ્ળ ો જેથી હું પરમાર્થને જાણું. આ અધિકારમાં મુખ્યપણે ઉપર વ્હેલા વિષયોનું વિશદ વિવેચન છે. એક દોહરામાં પુણ્યને અતિમહત્ત્વ આપનારાઓ પ્રત્યે તેઓ કહે છેઃપુણ્યર્ક્શન લીધે મનુષ્યને વૈભવ (ધન ) મળે છે, ધનથી મદ થાય છે, તથી બુદ્ધિ ચલાયમાન થાય છે. અને બુદ્ધિની ચપલતાને લીધે પાપ થાય છે, આ પ્રકરનું પુણ્ય અમને ન લે. આ કથનથી દેવ, ગુરુ શાસ્ત્રની નિંદાને છૂટ મળતી નથી. અથવા દેવશાસ્ત્ર ગુરુની પૂજા આદિનો નિષેધ થતો નથી, તેથી આચાર્યશ્રી આગળની ગાથામાં લખે છે કે જેઓ દેવ, શાસ્ત્ર તથા સત્પુરુષો પ્રતિ દ્વેષ કરે છે તેને નક્કી પાપ થાય છે. આ દોહરામાં સ્પષ્ટપણે પાપ આચરવાની ના પાડી છે. એ જ અધિકારમાં ઉપદેશબોધ પણ ઘણો છે, એક સ્થળે આચાર્યશ્રી ત્યાગી માટે લખે છે કે- જે જિનલિંગ ધારણ કરીને મનગમતા પરિગ્રહોની ઈચ્છા કર્યા કરે છે જીવ વમન કરીને ફરીથી તેને ખાય છે. જેઓ લાભ તથા કીર્તિને અર્થે મોક્ષમાર્ગને તજી બેસે છે, તેઓને ગ્રંથર્તા કહે છે કે તે પુરુષ એક ખીલા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates માટે દેવમંદિરને કોઈ બાળે તેના જેવા મૂર્ખ તથા અધમ છે. માટે હે ભાઈ, કીર્તિ આદિની ઈચ્છાને છોડી એક પરમાર્થની આરાધના કરો. એક દોહરો તો ગીતાના ગૂઢવાદવાળા શ્લોકની સાથે તદન મળતો આવે છે. जा णिसि सयलहँ देहियहँ जोग्गिउ तहिंर जग्गेइ। जहिर पुणु जग्गइ सयलु जगु सा णिसि मणिवि सुवेइ ४६ या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी। यस्यां जाग्रति भूतानि, सा निशा पश्यतो मुनेः।। ગી. અ. ૨. ગ્લો. ૬૯ શ્રી યોગીન્દુદેવ યોગસારની રચના પણ પરમાત્મપ્રકાશની સમાન અપભ્રંશ ભાષાના દોહરાઓમાં કરી છે. આ રચના પણ અધ્યાત્મપોષક છે. અમૃતાશીતિ પણ ઉપરોક્ત આચાર્યની કૃતિ મનાય છે. તે સંસ્કૃત ભાષાના વિવિધ છંદોમાં છે. શ્લોકોમાં વૈરાગ્ય તરી આવે છે. આચાર્ય જોઈન્દુએ શ્રી કુંદકુંદના મોક્ષ પાહુડ અને શ્રી પૂજ્યપાદ સ્વામીના સમાધિશતકનો ઘણો ભાગ પોતાના ગ્રંથમાં નિબદ્ધ કર્યો છે. શ્રી કુંદકુંદનો સમય ઈસ્વીસનની શરૂઆતનો માનવામાં આવે છે તથા શ્રી પૂજ્યપાદ સ્વામીનો સમય પાંચમી શતાબ્દીની આસપાસ ઈતિહાસકારો માને છે, તેથી જોઈન્દુ છકી શતાબ્દીના હશે એવું અનુમાન કરાય છે. બાકી ગ્રંથકારે પોતાના સમય કે સ્થળ આદિનો કોઈ સંકત કર્યો નથી. કારણ કે નિગ્રંથ મહત્માઓ કીર્તિ આદિથી અત્યંત દૂર રહે છે. આત્માર્થીજનો આ ગ્રંથનો લાભ પામે એ અર્થે મેં ગુર્જર ભાષામાં અનુવાદ કરવો યથામતિએ પ્રયત્ન કર્યો છે. શ્રી પૂ. રાવજીભાઈએ મૂલ અપભ્રંશ ભાષાના દોહરાઓ પરથી ગુર્જર ભાષામાં સુંદર તથા આકર્ષક ભાવવાહી દોહરાઓ બનાવ્યાં છે. આ ભાષાંતરમાં સંસ્કૃત ટીકાનું અવલંબન લેવામાં આવ્યું છે. પણ સંસ્કૃત ટીકાનો અક્ષરશ: અનુવાદ નથી. એક પ્રકારે આ અનુવાદને ભાવાનુવાદ સમજવો જોઈએ; આશ્રમ0 પાઠશાળામાં આ ગ્રંથનો અભ્યાસ કરાવવાનો મને અવસર મળેલ ત્યારથી જ ગુજરાતીમાં ભાષાંતર કરવાની મારી ઈચ્છા હતી. શ્રી પૂ. રાવજીભાઈના પ્રોત્સાહનથી તે ઈચ્છા સફળીભૂત થઈ છે. આ અનુવાદને શુદ્ધ અને સરળ બનાવવાનો મેં યથાશક્તિ પ્રયાસ કર્યો છે તેમ જ મુમુક્ષુજનોને ઉપયોગી બનાવવાના લક્ષ શ્રી રાવજીભાઈએ તેને યોગ્ય ઓપ આપવા યથાશક્તિ પ્રેમપરિશ્રમ ઉઠાવ્યો છે છતાં અલ્પજ્ઞતા આદિ કારણે કોઈ ત્રુટિ યા ભૂલ થઈ હોય તો વિજ્ઞ પાઠકો ક્ષમા કરશો તથા ભૂલને સુધારીને વાંચશો. વિચારશો. કહ્યું છે કે “ો જ વિમુલ્યતિ શાસ્ત્રસમુદ્રા' શાસ્ત્રરૂપી અપાર સાગરમાં કોની ભૂલ થતી નથી? સગુણાનુરાગી (પ.) ગુણભદ્ર જૈન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | વિષય | પૃષ્ઠ ૯O. વિષયાનુક્રમણિકા ૧. પ્રથમાધિકાર ત્રિવિધ આત્મા ૨. દ્વિતીય મહાધિકાર વિષય મંગળાચરણ ૧ | મોક્ષ વિષે શિષ્યનો પ્રશ્ન અને શ્રી પ્રભાકર ભટ્ટની શ્રી યોગીન્દ્ર | આચાર્યનો ઉત્તર ૮૧ દેવને વિનંતિ | ૯ મોક્ષમાં પરમ સુખ ८४ ત્રણ પ્રકારના આત્માનું કથન | ૧૧ મોક્ષમાર્ગનું વર્ણન ८८ બહિરાત્માનું સ્વરૂપ ૧૪ | | વ્યવહાર મોક્ષમાર્ગ અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ | ૧૫ | જીવાદિ છ દ્રવ્યોનાં લક્ષણ ૯૩ શક્તિપણે સર્વજીવોમાં પરદ્રવ્યોનો સંબંધ દુઃખનું પરમાત્માપણું છે | ૨૧ કારણ છે | ૧/૧ જીવ અને અજીવમાં લક્ષણ ભેદ | ૨૪ | જ્ઞાન અને ચારિત્રનું સ્વરૂપ | ૧૦૨ શુદ્ધાત્માનું મુખ્ય લક્ષણ ૨૫ | | શુદ્ધાત્મ ધ્યાનથી મોક્ષ છે ૧૦૬ શુદ્ધાત્માના ધ્યાનથી સંસારલતાનો , સમભાવીને જ સમ્યગ્દર્શન, જ્ઞાન નાશ | ૨૫ તથા ચારિત્ર છે | ૧૧૨ યોગીઓને સમાધિમાં પરમાત્મા આત્મરતિવાળા આત્માઓ જણાય છે. | ૨૭ ] સુખી છે ૧૧૩ આત્મા અનુત્પન્ન પદાર્થ છે | ૩૪ | જ્ઞાની અકર્તા છે ૧૧૮ દ્રવ્યગુણ પર્યાયની અપેક્ષાએ | દેવ, શાસ્ત્ર ગુરુની નિંદાથી આત્માનું સ્વરૂપ | ૩૯ | પાપ બંધ ૧૨૮ | દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ | ૪૦ | નિશ્ચયથી પોતાનો શુદ્ધ ભાવ જીવકર્મનો અનાદિ સંબંધ છે | ૪૨ જ ધર્મ છે. ૧૩૨ ભેદ–અભેદ રત્નત્રયનું કથન | ૪૭ | | ચિત્ત શુદ્ધિની આવશ્યકતા ૧૩૪ આત્મા સર્વ પ્રકારના વિકારોથી | રાગદ્વેષ કરે છે તે કર્મ બાંધે છે | ૧૩૯ રહિત છે | ૪૯ જ્ઞાની તથા અજ્ઞાનીનો ભેદ ૧૪૪ | નિશ્ચય સમ્યગ્દષ્ટિનું લક્ષણ | પર | પરિગ્રહું ત્યાગ ૧૪૫ મિથ્યાષ્ટિનાં લક્ષણ | ૫૩ શુદ્ધ સંગ્રહનયથી સર્વ જીવ આત્મા કેવો છે? ૬૧ | સમાન છે ૧૫૧ આત્મધ્યાનની મહત્તા ૬૪ જ્ઞાનદર્શન વિનાનો કોઈ રાગાદિ રહિત આત્મામાં જીવ નથી ૧૫૪ પરમાત્મા વસે છે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિષય || પૃષ્ઠ | વિષય ભેદ કર્યજનિત ૧૫૭ | શુદ્ધાત્માનું સ્વરૂપ ૨૦૨ | પરદ્રવ્યનો ત્યાગ ૧૫૮ | દેહ અને આત્મા બન્ને જુદા | મોહ છોડવાને કહે છે ૧૬O | જુદા છે. ૨૦૩ | લોભ કષાયના દોષ | ૧૬૨ |દેહ જ શત્રુ તથા મિત્ર છે ૨૦૫. | સ્નેહત્યાગ ૧૬૩ | કષાય નિરોધનો ઉપાય ૨૦૬ જીવ હિંસાના દોષ ૧૬૯ | સર્વ ચિંતાઓને નિષેધે છે ૨૦૯ અનિત્યાનુપ્રેક્ષાનું વર્ણન | ૧૭ર | પરમ સમાધિનું વ્યાખ્યાન ૨૧) ઈન્દ્રિય જય ૧૭૭ | પરમાત્મપ્રકાશ શબ્દની વ્યાખ્યા ૨૧૫. શુદ્ધ આત્મસ્વરૂપ જ ઉપાદેય છે ૧૮૧ | પરમાત્મ-ભાવ ૨૧૮ સમ્યગ્દર્શનનું દુર્લભપણું ૧૮૧ પરમાત્માના આરાધક ગૃહવાસના દોષ ૧૮૨ | પુરુષનાં લક્ષણ ૨૨ દેહની અનિત્યતા ૧૮૫ | શ્રી યોગીન્દ્રદેવની નમ્રતા ૨૨૨ | આત્મસુખમાં પ્રીતિ કર | ૧૮૯ | આશીર્વાદરૂપ નમસ્કાર ૨૨૪ | નિર્વિકલ્પ સમાધિનો ઉપદેશ | ૧૯૩ | અંતિમ મંગળ ૨૨૫ | ચિંતાત્યાગની જરૂર | ૧૯૯ | અંતિમ મંગળ ૨૨૫ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રીમદ્ સદ્દગુરવે નમોમનઃ શ્રીમદ્ યોગીન્દુદેવ-વિરચિત ૫૨માત્મપ્રકાશ પ્રથમાધિકાર ત્રિવિધ આત્મા પ્રાસ્તાવિક મંગલ દોહા જન્મ જરા મરણાદિનાં, દુ:ખનો જ્યાં નહિ પાર; એવા આ ભવસિંધુથી, કરે કોણ ઉદ્ધાર? ૧. મુમુક્ષુને આ કાળમાં, કૃપાળુ તારણહાર; જ્ઞાની ગુરુ રાજ વિણ, કોણ અવર આધાર? ૨ ધન્યભાગ્ય મોક્ષાર્થિના, આત્મજ્ઞાન-અવતાર; રાજચંદ્ર ગુરુવર મળ્યા, દિવ્ય દષ્ટિ દાતાર. ૩ સમાધિ સુખમાં રાજતા, યોગીન્દુ ગુરુ રાજ; અનન્ય આશ્રય તુજ રહો, શીધ્ર લહુ શિવરાજ. ૪ હે પરમાત્મપ્રકાશકર, પ્રણમું ધરી ઉલ્લાસ; ૨મું પરમાત્મપ્રકાશમાં, હો ઉરતિમિર વિનાશ. ૫ સંસ્કૃત ટીકાકાર શ્રીમદ્ બ્રહ્મદેવનું મંગલાચરણचिदानन्दैकरूपाय जिनाय परमात्मने। परमात्मप्रकाशाय नित्यं सिद्धात्मने नमः।। જે ચિદાનંદ એટલે ચૈતન્યરૂપ નિજ નિર્મળ સહજ આત્મસ્વરૂપના અનંત અતીન્દ્રિય આનંદથી પરિપૂર્ણ સ્વભાવવાળા છે, જે રાગદ્વેષ અને અજ્ઞાનરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનાદિના અંતરંગ શુત્રઓને જીતનાર હોવાથી જિન વીતરાગ સર્વજ્ઞ છે, જે અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યરૂપ અનંત ચતુષ્ટયસ્વરૂપ પરમ ઐશ્વર્યયુક્ત હોવાથી પરમોત્કૃષ્ટ આત્મા પરમાત્મા છે, જે શુદ્ધ સહજાન્મસ્વરૂપ પરમાત્માના સ્વરૂપને પ્રકાશનાર પરમાત્મપ્રકાશ છે, જે નિત્ય ત્રિકાલાબાધિત શાશ્વત છે અને જેનાં સર્વ કાર્ય સિદ્ધ થયાં હોવાથી મુક્તિરૂપ પરમ પદમાં જે બિરાજમાન છે, એવા પરમાત્મા સિદ્ધ ભગવંતને-પરમાર્થથી આ જીવનું પણ મૂળ સ્વરૂપ તેવું જ સિદ્ધ સદશ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ, પરમાત્મસ્વરૂપ જ છે તેનો પ્રકાશ, પ્રગટતા, આવિર્ભાવ, સ્વાનુભવ-વિલાસ થવા અર્ધ-પરમ ભક્તિથી નમસ્કાર હો! સારાંશ એ છે કે નમસ્કાર કરવા યોગ્ય પરમાત્મા જ છે. તેથી પરમાત્માને નમસ્કાર કરીને આ પરમાત્મપ્રકાશ ગ્રંથનું વ્યાખ્યાન કરું છું. ગ્રંથ પ્રારંભ ગ્રંથકર્તા શ્રી યોગીન્દુદેવ ગ્રંથની આદિમાં મંગળ માટે ઈષ્ટદેવ શ્રી સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરે છે जे जाया झाणग्गियए कम्म-कलंक डहेवि। णिच्च-णिरंजण-णाण-मय ते परमप्प णवेवि।।१।। ये जाता ध्यानाग्निना कर्मकलङ्कानि दग्ध्वा। नित्यनिरंजनज्ञानमयास्तान् परमात्मनः नत्वा।।१।। થયા ધ્યાન-અનલે દહી, કર્મકલંક સમસ્ત, નિત્ય નિરંજન જ્ઞાનમય, નમું પરમાત્મ પ્રશસ્ત ૧ જે આત્માઓ ધ્યાનરૂપી અગ્નિવડે કર્મરૂપ કલંકને (મલિનતા) બાળીને નિત્ય, નિરંજન, જ્ઞાનમય સિદ્ધસ્વરૂપ થયા છે તે સિદ્ધ પરમાત્માને પ્રણામ કરીને હું પરમાત્મપ્રકાશનું વ્યાખ્યાન કરીશ. જેમ મેઘપટલ દૂર થવાથી પ્રગટ થયેલા સૂર્યનાં કિરણોની પ્રભા અત્યંત પ્રબળપણે પ્રકાશે છે તેમ કર્મ આવરણરૂપી મેઘોનો વિલય થવાથી આત્મામાં અત્યંત નિર્મળ કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટય પ્રકાશે છે. જ્યાં અનંત જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય છે ત્યાં આત્મા પરમાત્મા બને છે. કેવળજ્ઞાન સર્વ પદાર્થોને જાણવામાં સમર્થ છે તેથી તે જ્ઞાન સર્વ પ્રકારે ઉપાદેય છે. અંતરાત્મ અવસ્થામાં જે કારણ-સમયસારરૂપ હતાં તે સિદ્ધ પરમેષ્ઠી અનંત ચતુષ્ટયરૂપે પરિણમ્યાં હોવાથી કાર્યસમયસાર થયાં તેથી તે સિદ્ધ પર્યાયની પરિણતિની પ્રગટતારૂપ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ પરમાત્મા છે. જેમ સુવર્ણ અન્ય ધાતુઓના મિશ્રણથી રહિત થતાં શુદ્ધ થાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates તેમ કર્મ-કલંકથી રહિત થતાં સિદ્ધ પર્યાયરૂપ આત્માની શુદ્ધ સહજ અવસ્થા પ્રગટે છે. પંચાસ્તિકાય ગ્રંથમાં કહ્યું છે કે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ જીવ અભૂતપૂર્વ સિદ્ધ થાય છે, કેમકે પહેલાં કોઈ વખતે આ જીવ સિદ્ધ થયો નથી. કર્મ-કલંકના નાશથી જ આત્મા અવિનાશી શુદ્ધ સિદ્ધ પર્યાય પામે છે તથા દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ તો શક્તિની અપેક્ષાએ આ જીવ સદાય શુદ્ધ-બુદ્ધ એક સ્વભાવવાળો છે, શક્તિરૂપે તો આત્મા સદા સિદ્ધ જ છે. પણ જ્યારે કર્મકલક દૂર થઈને તેની અત્યંત શુદ્ધ અવસ્થા આવિર્ભાવ પામે છે ત્યારે તે વ્યક્તિરૂપે સિદ્ધ ગણાય છે. દોહરામાં ધ્યાન શબ્દ આવેલો છે તો તે ધ્યાન શબ્દથી આગમની અપેક્ષાએ વીતરાગ નિર્વિકલ્પ શુકલધ્યાન તથા અધ્યાત્મની અપેક્ષાએ વીતરાગ નિર્વિકલ્પ રૂપાતીત ધ્યાન સમજવું. કહ્યું છે કે “ पदस्थं मंत्रवाक्यस्थं, पिण्डस्थं स्वात्मचिन्तनं। रूपस्थं सर्वचिद्रूपं रूपातीतं निरंजनम्।। અર્થાત્ નમસ્કાર (ણમોકાર) આદિ મંત્રનું જે ધ્યાન છે તે પદસ્થ ધ્યાન કહેવાય છે, શરીરમાં રહેલા પોતાના આત્માના ચિંતવનને પિંડી ધ્યાન કહે છે, શરીરી પરમાત્મા અરિહંતદેવનું ધ્યાન તે રૂપસ્થ અને નિરંજન (સિદ્ધ-ભગવાન)નું ધ્યાન તે રૂપાતીત ધ્યાન છે. તે ધ્યાનના પ્રભાવથી આત્મા કર્મ-મલિનતા દૂર કરી સિદ્ધ પરમાત્મા થાય છે. કર્મ-કલંક (કર્મમલિનતા) દ્રવ્યકર્મ ને ભાવકર્મરૂપ છે. પુદ્ગલ પિંડરૂપ જ્ઞાનાવરણાદિ આઠકર્મ દ્રવ્યકર્મ કહેવાય છે અને રાગાદિ સંકલ્પ વિકલ્પરૂપ પરિણામ ભાવકર્મ છે. અત્રે જે દ્રવ્યકર્મનું દહનપણું છે તે ઉપચરિત અસદુ ભૂત વ્યવહારનયથી છે તથા ભાવકર્મનું દહનપણું અશુદ્ધ નિશ્ચયનયથી છે. શુદ્ધનિશ્ચયનયથી તો બંધ કે મોક્ષ નથી. આ પ્રમાણે કર્મમલરૂપ કલંકને દહન કરીને સિદ્ધ પરમાત્મા નિત્ય, નિરંજન તથા જ્ઞાનમય થયા છે. ક્ષણિક એકાંતવાદી બૌદ્ધમતને અનુસરનાર શિષ્ય પ્રત્યે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવવાળું પરમાત્મ દ્રવ્ય છે એમ સ્થાપન કરવા માટે દોહરામાં નિત્ય વિશેષણ મૂકયું છે. નૈયાયિકો એમ માને છે કે સો કલ્પકાલ ગયા પછી જ્યારે જગત શૂન્ય થઈ જાય છે ત્યારે સદાશિવને વિશ્વ બનાવવાની ચિંતા થાય છે અને પછી મોક્ષસ્થ જીવોને કર્મનો સંયોગ કરીને સંસારમાં નાખે છે. નૈયાયિકોની તે માન્યતા અયથાર્થ છે એમ જણાવવા માટે મુક્તજીવોનું નિરંજન વિશેષણ મૂકયું છે. એટલે કે દ્રવ્યકર્મ, ભાવકર્મરૂપ અંજનનો સંસર્ગ સિદ્ધોને કદી થતો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નથી તેથી સિદ્ધ પરમાત્મા સંસારમાં આવતા નથી. સુષુપ્ત અવસ્થામાં માણસને જેમ બાહ્ય પદાર્થોનું જ્ઞાન હોતું નથી તેમ મુક્ત જીવોને જ્ઞાન નથી એમ સાંખ્યમતના જીવો માને છે. તે માન્યતા યોગ્ય નથી એમ પ્રગટ કરવા અર્થ તે પરમાત્માને, ત્રણ જગત તથા ત્રણ કાલમાં રહેલા સર્વ પદાર્થોને તથા તેના પર્યાયોને યુગપ૬ જાણવાવાળું કેવળજ્ઞાન છે, એમ જણાવવા જ્ઞાનમય વિશેષણ આપ્યું છે. શબ્દરૂપ-વચન દ્રવ્યનમસ્કાર છે અને કેવળજ્ઞાનાદિ અનંત ગુણોના સ્મરણરૂપ ભાવનમસ્કાર કહેવાય છે. આ ભાવ તથા દ્રવ્યનમસ્કાર વ્યવહારનયની અપેક્ષાએ સાધક દશામાં હોય છે. શુદ્ધ નિશ્ચયનયથી વંધ-વંદકભાવ નથી. ભાવાર્થ એ છે કે દોહરામાં કહેલાં નિત્ય, નિરંજન અને જ્ઞાનસ્વરૂપ વિશેષણવાળા પરમાત્મા જ આદરવા યોગ્ય છે, આરાધવા યોગ્ય છે. પ્રાપ્ત કરવા યોગ્ય છે અર્થાત્ પોતાની સર્વશક્તિએ ઉપાદેય, ગ્રહણ કરવા યોગ્ય છે. ૧ સંસાર-સમુદ્રને તારવામાં ઉપાયભૂત વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ નાવમાં બેસીને જેઓ આગામી કાલમાં શિવમય નિરુપમ જ્ઞાનમય થશે તેઓને હું નમસ્કાર કરું એવો અભિપ્રાય મનમાં ધારણ કરીને ગ્રંથકાર સૂત્ર કહે છે: ते वंदउँ सिरि-सिद्ध-गण-होसहिँ जे वि अणंत। सिवमय-णिरुवम-णाणमय परम-समाहि भजंत।।२।। तान् वन्दे श्रीसिद्धगणान् भविष्यन्ति येऽपि अनन्ता। शिवमयनिरुपमज्ञानमयाः परमसमाधि भजन्तः ।। २।। વંદું તે શ્રી સિદ્ધગણ, વળી થનાર અનંત; શિવમય નિરુપમ જ્ઞાનમય પરમ સમાધિ ભજંત. ૨ જે અનંત આત્માઓ આગામી કાલમાં પરમસમાધિનું સેવન કરીને પરમ શિવ (કલ્યાણ ) મય અનુપમ જ્ઞાનમય ભાવને પામશે તે ભાવિ સિદ્ધ પરમાત્માઓને પણ હું નમસ્કાર કરું છું અર્થાત્ ભવિષ્યકાલમાં થનાર સિદ્ધ પરમાત્માઓને પણ હું ભક્તિભાવે વંદન કરું છું. શ્રેણિક આદિ પુરુષો વીતરાગ સર્વજ્ઞના કહેલા માર્ગવડ દુર્લભ એવા સમ્યજ્ઞાનને પામીને આગામી કાલમાં શિવમય, નિરુપમ જ્ઞાનસ્વભાવવાળા પરમાત્મા થશે. તે અવસ્થામાં તેઓને કેવલજ્ઞાનાદિ અનંતગુણોની પૂર્ણ પ્રાપ્તિ થશે. અહીં શિવ શબ્દનો અર્થ શુદ્ધ સહજાભ ભાવનાથી આવિર્ભાવ પામેલ વીતરાગ પરમ આનંદરૂપ સુખ છે. નિરુપમ એટલે તે શુદ્ધાત્માઓને કોઈ પ્રકારની ઉપમા ઘટતી નથી તથા જ્ઞાન શબ્દથી તેઓ કેવલજ્ઞાનાદિ અનંત ગુણવાળા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates થશે. ૨ ૫ વર્તમાન સિદ્ધોને નમસ્કાર तेहउँ वंदउँ सिद्ध-गण अच्छहिँ जे वि हवंत । परम-समाहि-महग्गियए कम्मिंधणइँ हुणंत ॥३॥ तान् अहं वन्दे सिद्धगणान् तिष्ठन्ति येऽपि भवन्तः । परमसमाधिमहाग्रिना कर्मेन्धनानि ખુદ્દન્ત:।। રૂ।। નમું સિદ્ધગણ રાજતા વર્તમાનમાં જે; દહતા કર્મેધન ૫૨મ, -સમાધિ-અનલે તેહ. ૩ જે આત્માઓ પરમસમાધિરૂપ મહાગ્નિવડે કર્મરૂપી કાષ્ઠને બાળતા વર્તમાનમાં વિરાજમાન છે તે સિદ્ધોને હું (અત્યંત ભક્તિભાવે ) નમસ્કાર કરું છું. વર્તમાનમાં પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં ભગવાન શ્રી સીમંધર આદિ વિધમાન છે. તેઓ વીતરાગ પરમ સામાયિકની સાથે રહેનાર અઢાર દોષરહિત પવિત્ર પરમાત્માની સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન, આચરણરૂપ અભેદ રત્નત્રયવાળી જે નિર્વિકલ્પ સમાધિરૂપી અગ્નિ, તેમાં કર્મરૂપી કાષ્ઠને હોમ્યા કરે છે અર્થાત્ આઠે કર્મોનો સર્વથા ક્ષય કરીને સિદ્ધપદ, મોક્ષને પામે છે. શુદ્ધાત્મા જ ઉપાદેય છે તથા તેની પ્રાપ્તિનો ઉપાયનિર્વિકલ્પ સમાધિ છે. તેથી તે જ ગ્રહણ કરવા યોગ્ય છે, એમ અત્રે ભાવાર્થ સમજવો. ૩ ગ્રંથકર્તા મોક્ષસ્થ સિદ્ધ આત્માઓ ને વંદન કરે છે ते पुणु वंदहउँ सिद्ध-गण जे णिव्वाणि वसंति। णाणिं तिहुयणि गरुया वि भवसायरि ण पडंति ।।४।। तान् पुनः वन्दे सिद्धगणान् ये निर्वाणे वसन्ति। ज्ञानेन त्रिभुवने गुरुका अपि भव-सागरे न पतन्ति।।४।। વળી વંદું તે સિદ્ધગણ, મુક્તિપદે વસનાર; જ્ઞાને ત્રિભુવન ગુરુ છતાં, નહિ ભવાબ્ધિ પડનાર. ૪ જેઓ મોક્ષમાં નિવાસ કરી રહ્યા છે, જ્ઞાને કરીને ત્રણે લોકમાં ગુરુમહાન છે-એટલે કેવલજ્ઞાનાદિ અનંત ગુણયુક્ત છે છતાં કોઈ સમયે સંસાર-સાગરમાં પડતા નથી–સંસારમાં પાછા આવતા નથી તે સિદ્ધ–સમુદાયને હું નમસ્કાર કરું છું. વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનના બળથી, શુદ્ધાત્મસ્વરૂપને પામીને, કર્મક્ષય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કરીને, પ્રાચીન કાળમાં જે પરમદેવરૂપ તીર્થકરો તથા ભરત, રામચંદ્ર, પાંડવ આદિ મુક્ત થઈ ગયા છે તેઓ વર્તમાને સ્વસ્વરૂપરૂપ મોક્ષમાં નિવાસ કરી રહ્યા છે. તે મુક્ત આત્માઓ લોકાલોકને પ્રકાશ કરનાર કેવલજ્ઞાનાદિ અનેક ગુણોએ કરી મહાન છે તેથી તેઓને નમસ્કાર કરું છું. જે વસ્તુ ગુરુ (ભારે) હોય તે પાણીમાં તરત જ ડૂબી જાય પણ પરમાત્મા જ્ઞાન અપેક્ષાએ મોટા (ગુરુ) હોવા છતાં પાછા સંસારમાં આવતા નથી. અહીં વિરોધ લાગે પણ તે વિરોધ નથી. સિદ્ધ ભગવાનની ગુરુતામહત્તા તે સ્વભાવની છે, પુદ્ગલની નથી કે જેથી પાછા નીચે પડે. ૪ સિદ્ધ પરમાત્માઓ સંપૂર્ણપણે આત્મામાં સ્થિત છે ते पुणु वंदउँ सिद्ध-गण जे अप्पाणि वसंत। लोयालोउ वि सयलु इहु अच्छहिँ विमलु णियंत।।५।। तान् पुनर्वन्दे सिद्धगणान् ये आत्मनि वसन्तः। लोकालोकमपि सकलं इह तिष्ठन्ति विमल पश्यन्तः।। ५ ।। વળી વંદું તે સિદ્ધગણ, સ્વસ્વરૂપે વસનાર; સમસ્ત લોકાલોકના રહે સ્પષ્ટ જોનાર. ૫ જે સિદ્ધ પરમાત્માનો સમૂહ સ્વસ્વરૂપમાં સ્થિત છતાં સમસ્ત લોકાલોકને સંશયરહિત પ્રત્યક્ષ જોતો રહે છે, તે સિદ્ધ સમૂહને હું વંદન કરું છું. કર્મોના ક્ષય અર્થે હું સિદ્ધ પરમાત્માને પરમ ભક્તિપૂર્વક વંદન કરું છું. તે સિદ્ધાત્માઓ નિશ્ચયથી તો પોતાના સ્વરૂપમાં સ્થિત છે અને વ્યવહારનયથી સર્વ લોક અલોકને નિઃસંદેહપણે પ્રત્યક્ષ જુએ છે, પણ પરપદાર્થોમાં તન્મય થતા નથી, સ્વસ્વરૂપમાં જ તન્મય હોય છે. જો પરદ્રવ્યને તન્મય થઈને જાણે તો પરના સુખદુ:ખથી પોતે પણ સુખીદુઃખી થાય, પણ તેમ કદાપિ થતું નથી. વ્યવહારનયથી સૂક્ષ્મ સ્થૂલ સર્વ દ્રવ્યોને સિદ્ધાત્માઓ કેવલજ્ઞાને કરી પ્રત્યક્ષ નિઃસંદેહપણે જાણે છે, પણ કોઈ પણ પદાર્થમાં રાગદ્વેષ કરતા નથી. જો તેઓ કોઈ પદાર્થને રાગદ્વેષપૂર્વક જાણે તો આત્મા રાગદ્વૈષવાળો થાય અને તેથી મહાદોષોની પ્રાપ્તિ થાય, માટે એમ નિશ્ચિત થયું કે સિદ્ધ પરમાત્મા નિશ્ચયનયથી પોતાના શુદ્ધસ્વરૂપમાં જ નિવાસ કરે છે, પરમાં નહિ. અને પોતાની જ્ઞાયક શક્તિએ કરીને સર્વને પ્રત્યક્ષ જુએ છે તથા જાણે છે. નિશ્ચયથી જે સ્વસ્વરૂપની સ્થિરતા કહી છે તે જ સર્વપ્રકારે આરાધવાયોગ્ય છે. ૫ અશરીરી એવા સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરી હવે તે સિદ્ધસ્વરૂપ તથા તેની પ્રાપ્તિના ઉપાય ને બતાવનાર એવા શ્રી અરિહંત ભગવાનને નમસ્કાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કરું છું. केवल-दंसण-णाणमय केवल-सुक्ख-सहाव। जिणवर वंदउँ भत्तियए जेहिँ पयासिय भाव।।६।। केवलदर्शनज्ञानमयान् केवलसुखस्वभावान्। जिनवरान् वन्दे भक्त्या यैः प्रकाशिता भावाः।। ६।। કેવલ દર્શન-જ્ઞાનમય કેવલ-સુખ-સ્વભાવ; જિનવર પ્રણમું ભાવથી, પ્રકાશતા જે ભાવ. ૬ જે કેવલદર્શન, કેવલજ્ઞાન તથા કેવલ સુખસ્વભાવમય છે તથા જેઓએ જીવાદિ પદાર્થોને યથાર્થપણે પ્રકાશિત કર્યા છે, તે અરિહંતોને હું ભક્તિભાવે નમન કરું છું. કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયરૂપ જે સહજ આત્મસ્વરૂપ પરમાત્મતત્ત્વ છે, તેની યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવરૂપ અભેદ રત્નત્રયમાં જેઓ પરિણમ્યા છે તથા સુખદુઃખ, જીવન-મરણ, લાભ-અલાભ, શત્રુ-મિત્રતામાં સમતાભાવની સાથે રહેનારી નિર્વિકલ્પ સમાધિપૂર્વક શ્રી વીતરાગનો આત્મદર્શક ઉપદેશ પામી જે અનંત ચતુષ્ટયયુક્ત થયા છે, ત્યાર પછી જેઓએ જીવાદિ પદાર્થ, કે કેવલજ્ઞાનાદિ અનંત ગુણોની પ્રાપ્તિરૂપ મોક્ષનો અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યફચારિત્રરૂપ ભેદ-અભેદવાળા મોક્ષમાર્ગનો પણ ઉપદેશ કર્યો છે એવા જિનવરોને હું નમ્રભાવે પ્રણામ કરું છું. અહીં અરિહંતના ગુણસ્વરૂપ એવું જે પોતાનું આત્મસ્વરૂપ છે તે સર્વદા સર્વપ્રકારે ઉપાદેય છે. ૬ ભેદભેદ રત્નત્રયના આરાધક એવા આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુઓને હું નમસ્કાર કરું છું. जे परमप्पु णियंति मुणि परम समाहि धरेवि। परमाणंदह कारणिण तिण्णि वि ते वि णवेवि।।७।। ये परमात्मानं पश्यन्ति मुनयः परमसमाधिं धृत्वा। परमानन्दस्य कारणेन त्रीनपि तानपि नत्वा।। ७ ।। મુનિયો પરમાત્મા જુએ પરમ સમાધિ- સ્થિત; પરમાનંદ સુહેતુ હો પરમેષ્ઠી ત્રણ ચિત્ત. ૭ જે મુનિઓ પરમ સમાધિને ધારણ કરીને જ્ઞાનચક્ષુથી પરમાત્માને દેખે છે તે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણેયને પરમાનંદની પ્રાપ્તિને અર્થે નમસ્કાર કરીને પરમાત્મપ્રકાશને હું કહીશ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનુપચરિત અસદ્દભૂત વ્યવહારનયથી આત્મા અને દ્રવ્યકર્મ, નોકર્મનો સંબંધ છે તથા અશુદ્ધ નિશ્ચયનયથી મતિજ્ઞાનાદિ વિભાવ ગુણ પર્યાય અને નર નારકાદિ વિભાવ દ્રવ્ય પર્યાયનો પણ આત્માની સાથે સંબંધ છે તોપણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સહજ-આત્મામાં ઉપર કહેલો કોઈ પ્રકારનો સંબંધ નથી, એવું જે ચિદાનંદ ચિટૂપ એક અખંડ સ્વભાવવાળું શુદ્ધ સહજાત્મતત્ત્વ છે, તે જ સર્વપ્રકારે સત્ય છે. તે જ પરમાર્થરૂપ સમયસાર કહેવાય છે. તે શુદ્ધાત્મતત્ત્વ જ સર્વપ્રકારે ઉપાદેયભૂત છે અને તે સિવાય સકલ પદાર્થો હેય, તજવાયોગ્ય છે, એવી ચલ, મલિન અને અવગાઢ આદિ દોષોથી રહિત દઢ પ્રતીતિ થવીશ્રદ્ધા થવી તે સમ્યકત્વ કહેવાય છે. તેનું જે આચરણ અર્થાત તે સમ્યગ્દર્શનરૂપે પરિણમન તે દર્શનાચાર છે. ઉપરોક્ત શુદ્ધ સહજાન્મસ્વરૂપમાં જ સંશય, વિપર્યય અને અનધ્યવસાયરહિત જે સંવેદનરૂપ ગ્રાહક બુદ્ધિ થવી, તે સમ્યજ્ઞાન છે. તેમાં આત્મપરિણતિ થવી તે સમ્યજ્ઞાનાચાર છે. સમસ્ત શુભાશુભ સંકલ્પ વિકલ્પોનો ત્યાગ કરી જે નિત્ય આનંદમય, નિજરસનો આસ્વાદ, નિશ્ચલ અનુભવ તે સમ્યફચારિત્ર છે, તેનું જે આચરણ એટલે તે રૂપે પરિણમવું તે ચારિત્રાચાર છે. પરવસ્તુની અભિલાષાનો ત્યાગ કરી આનંદમય શુદ્ધ-સહજામસ્વરૂપમાં તપવું તે તપ છે અને તેમાં –તપમાં પરિણમવું તે તપાચાર છે. પોતાની શક્તિને છૂપાવ્યા સિવાય શુદ્ધ સહજાન્મસ્વરૂપમાં પ્રવૃત્તિ કરવી તે વીર્યાચાર છે. આ પ્રમાણે નિશ્ચય પંચાચાર કહ્યા. વ્યવહાર પંચાચારનું લક્ષણ આ પ્રમાણે છે –નિઃશંકિત આદિ આઠ ગુણવાળો બાહ્ય દર્શનાચાર છે; કાલ, વિનય આદિ આઠ ભેદવાળો બાહ્ય જ્ઞાનાચાર છે; પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુતિ તથા નિગ્રંથરૂપ બાહ્ય ચારિત્રાચાર છે; અનશનાદિ બાર ભેદવાળો બાહ્ય તપાચાર છે તથા સંયમમાં પોતાની શક્તિને ન ગોપાવવારૂપ બાહ્ય વીર્યાચાર છે. જેઓ ઉપરોક્ત પંચાચારમાં પોતે પ્રવર્તે છે તથા મોક્ષાભિલાષી શિષ્યોને પ્રવર્તાવે છે તે આચાર્ય કહેવાય છે, તેઓને હું નમું છું. પંચાસ્તિકાય, પદ્રવ્ય, સાત તત્ત્વ તથા નવ પદાર્થોમાં નિજ શુદ્ધ જીવાસ્તિકાય, નિજ શુદ્ધ જીવદ્રવ્ય, નિજ શુદ્ધ જીવતત્ત્વ, નિજ શુદ્ધ જીવપદાર્થ, જે પોતાના શુદ્ધભાવરૂપ છે, તે જ ઉપાદેય છે તેથી અન્ય સર્વ હેય છે એમ ઉપદેશે છે તથા શુદ્ધાત્મસ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન, અને આચરણરૂપ અભેદ રત્નત્રયાત્મક જે નિશ્ચય મોક્ષમાર્ગ છે, તે માર્ગનું જેઓ કથન કર્યા કરે છે તે ઉપાધ્યાયોને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૯ હું વંદું છું. શુદ્ધ જ્ઞાનદર્શન સ્વભાવવાળી શુદ્ધ સહજાત્મતત્ત્વની આરાધનારૂપ વીતરાગ નિર્વિકલ્પ સમાધિને જે સાધે છે તે સાધુઓને હું નમસ્કાર કરું છું. આમ શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં રમતા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુરૂપ પંચ સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ સદા નમસ્કાર કરવા યોગ્ય તથા આરાધવા યોગ્ય છે. ૭ ઈતિ પીઠિકા. ૭ પૂર્વોક્ત પ્રકારે પ્રભાકર ભટ્ટ પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરી શ્રી યોગીન્દુદેવને વિનતિ કરે છે. भाविं पणविवि पंच-गुरु सिरि भट्टपहायरि विण्णविउ विमलु जोइंदु - जिणाउ । करेविणु भाउ ।।८।। भावेन प्रणम्य पंचगुरुन् श्रीयोगीन्दुजिनः । भट्टप्रभाकरेण विज्ञापितः विमलं कृत्वा भावं ।। ८ ।। પંચ ગુરુ ભાવે નમી ભટ્ટ પ્રભાકર એમ; શ્રી યોગીન્દુદેવને વિનવે ધી શુચિ પ્રેમ. ૮ ભાવપૂર્વક પંચપરમેષ્ઠીને નમસ્કાર કરીને પ્રભાકર ભટ્ટ પોતાનાં પરિણામોને નિર્મળ કરીને શ્રી યોગીન્દુદેવને નિજ શુદ્ધ સહજાત્મતત્ત્વને સમજવા અર્થે અતિશય ભક્તિ સહિત પ્રાર્થના કરે છે. ૮ શ્રી પ્રભાકર ભટ્ટ આત્મતત્ત્વ તથા પરમાત્માને સમજવા માટે શ્રી યોગીન્દુદેવને પોતાનો અંત૨ભાવ દર્શાવે છે શ્રી પ્રભાકરની પ્રાર્થના गउ संसारि वसंताहँ सामिय कालु अणंतु । पर मइँ किं पिण पत्तु सुहु दुक्खु जि पत्तु महंतु ॥ ९ ॥ गतः संसारे वसतां स्वामिन् कालः अनन्तः। परं मया किमपि न प्राप्तं सुखं दुःखमेव प्राप्तं महत् ।। ९ ।। હે સ્વામિન, ભવમાં વચ્ચે, વીત્યો કાળ અનંત; છતાં ન સુખ મેં કંઈ લહ્યું, દુઃખ જ લહ્યું દુરંત. ૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧) હે નાથ, આ સંસારમાં વસતાં અનંતકાળ વ્યતીત થઈ ગયો છતાં તેમાં મને લેશમાત્ર પણ સુખની પ્રાપ્તિ થઈ નથી. ઊલટું હું અપાર દુઃખ જ પામ્યો છું. સ્વશુદ્ધાત્મ ભાવનાથી ઉત્પન્ન થયેલ જે વીતરાગ પરમાનંદ સમરસી ભાવરૂપ સુખામૃત-આત્મસુખ છે, તે સુખથી વિપરીત એવાં નરકાદિનાં દુ:ખરૂપ ખારાં પાણીથી જે પૂર્ણ છે, અજરઅમર એવા આત્મપદથી વિરુદ્ધ જન્મ જરા મરણરૂપ જળ જંતુઓથી જે વ્યાપ્ત છે, અનાકૂળતા લક્ષણવાળા મોક્ષસુખથી પ્રતિકૂળ એવા આધિ-વ્યાધિ ઈત્યાદિ દુ:ખરૂપી વડવાનલ જ્યાં બળ્યા કરે છે તથા વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી જે રહિત છે તથા જેમાં અનેક જાતનાં સંકલ્પ-વિકલ્પ મોજાં આવ્યા કરે છે, એવા આ સંસારરૂપી સાગરમાં હું સ્વામી, પરિભ્રમણ કરતાં મારો અનંત કાળ વ્યતીત થઈ ગયો છે. આ સંસારમાં એકંદ્રિયપણામાંથી બે ઇંદ્રિયપણું પામવું દુર્લભ છે, તેમાંથી ત્રણ ઈદ્રિયપણું એમ ઉત્તરોત્તર ઇંદ્રિયોની પ્રાપ્તિ થવી કઠિન છે. પાંચે ઈદ્રિયોની પ્રાપ્તિ હોવા છતાં સમનસ્કપણું-એટલે મનસહિત અવસ્થા દુર્લભ છે. તે મળ્યા છતાં મનુષ્યભવ પામવો સુલભ નથી. મનુષ્યભવમાં આર્યક્ષેત્રની પ્રાતિ દુર્લભ છે, તેમાં ઉત્તમ કુળમાં જન્મ, દીર્ધાયુષ્ય, બળવાનપણું, નીરોગ શરીર તથા વીતરાગ ધર્મની પ્રાપ્તિ ઉત્તરોત્તર અતિ અતિ દુર્લભ છે. કદાચ પૂર્વના પુણ્યોદયથી જીવને ઉપર કહેલી સર્વ સામગ્રીની યોગ થાય તોપણ ઉત્તમ બુદ્ધિ, ધર્મશ્રવણ, તેનું ગ્રહણ, ધારણ, શ્રદ્ધા, સંયમ, વિષયોથી નિવર્તવું અને ક્રોધાદિ કષાયોનો અભાવ થવો અત્યંત દુર્લભ છે. એમાં સર્વથી ઉત્કૃષ્ટ શુદ્ધાત્મભાવનારૂપ વીતરાગ નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ તો અત્યંત દુર્લભ છે, કારણ કે આત્મ-સમાધિના શત્રુઓ એવા મિથ્યાત્વ વિષય કષાય વિભાવ આદિ પરિણામોની જ્યાંત્યાં પ્રબળતા દેખાય છે. મિથ્યાત્વ આદિ કારણોને લીધે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યફચારિત્રની પ્રાપ્તિ થતી નથી. સંસારઅટવીમાં ભ્રમણ કરતાં જીવને બોધિ-સમાધિની યોગ્યતા આવવી દુર્લભ છે. આજ સુધી કદી પ્રાપ્ત થયાં નથી એવાં સમ્યગ્દર્શનશાનચારિત્રરૂપ રત્નત્રયની પ્રાપ્તિનું નામ બોધિ છે અને તેને પરભવમાં નિર્વિઘ્નપણે સાથે લઈ જવાં તે સમાધિ કહેવાય છે. અતિશય દુર્લભ એવી બોધિ તથા સમાધિને પામીને પણ જો મનુષ્ય પ્રમાદી થાય તો તે બિચારો સંસારરૂપી ભયાનક વનમાં ઘણા કાળ સુધી પરિભ્રમણ કરે છે. હે સ્વામી, આત્મસ્વરૂપની પ્રાપ્તિ ન થવાથી હું અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છું. તેમાં મેં અનેક પ્રકારનાં શારીરિક તથા માનસિક ચતુર્ગતિજન્ય દુઃખ સહન કર્યા છે, પણ કોઈ સમયે મને વીતરાગ પરમાનંદરૂપ સુખામૃતની જરાય પ્રાપ્તિ થઈ નથી. ૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧ શ્રી પ્રભાકર ભટ્ટ પરમાત્મસ્વરૂપ પૂછે છે चउ-गइ-दुक्खहँ तत्ताहँ जो परमप्पउ कोइ। चउ-गइ-दुक्ख-विणासयरु कहहु पसाएँ सो वि।।१०।। चतुर्गतिदुःखैः तप्तानां यः परमात्मा कश्चित्। चतुर्गतिदुःखविनाशकरः कथय प्रसादेन तमपि।।१०।। ચતુર્ગતિદુઃખ તમને, પરમાત્મા કો હોય; ચતુર્ગતિ દુ:ખ જે હરે, કહો કૃપા કરી સોય. ૧૦ ચાર ગતિનાં દુઃખોથી સતત થયેલા સંસારી જીવોનાં એ ચાર ગતિનાં દુ:ખોને નાશ કરનાર જે કોઈ પરમાત્મા છે તેનું જ સ્વરૂપ હે ગુરુદેવ, આપ કૃપા કરીને મને કહો. જે ચિદાનંદ એક સ્વભાવવાળા પરમાત્મા આહાર, ભય, મૈથુન, પરિગ્રહ આદિ સંજ્ઞાઓ તથા સર્વ પ્રકારના વિભાવભાવથી રહિત છે, વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન આત્મસુખથી સંતુષ્ટ આસન્નભવ્ય જીવોનાં ચાર ગતિનાં દુઃખોને જે નાશ કરાવાવાળા છે તથા જે આત્મસ્વરૂપમાં સ્થિત મુનિઓને નિર્વાણપદ આપવાવાળા છે, તે પરમાત્મા જ સર્વ પ્રકારે ધ્યાન કરવા યોગ્ય છે. તેથી તે પરમાત્માનું સ્વરૂપ આપની પાસેથી સાંભળવાને ઈચ્છું છું. આપ કૃપા કરીને તે સ્વરૂપ કહો. ૧૦. ગ્રંથકાર શ્રી યોગીન્દુદેવ ત્રણ પ્રકારના આત્મા કહે છે पुणु पुणु पणविवि पंच-गुरु भा चिति धरेवि। भट्टपहायर णिसुणि तुहुँ अप्पा तिविहु कहेवि।।११।। पुनः पुनः प्रणम्य पंचगुरुन् भावेन चित्ते धृत्वा। भट्टप्रभाकर निश्रृणु त्वं आत्मानं त्रिविधं कथयामि।।११।। ફરી ફરી પંચ ગુરુ નમી, ભાવે ધરી મનમાંહિ; સુણ ત્રિવિધ આત્મા કહું, ભટ્ટ પ્રભાકર આહિ. ૧૧ ફરી ફરી પંચ પરમેષ્ઠીને નમન કરીને તથા ભાવપૂર્વક તેઓને મનમાં ધારણ કરીને હું ત્રણ પ્રકારના આત્માને કહું છું, તે હે પ્રભાકર તું નિશ્ચયપૂર્વક સાવધાન થઈ સાંભળ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૨ બહિરાત્મા, અંતરાત્મા તથા ૫રમાત્માના ભેદથી ત્રણ પ્રકારે આત્મા છે. હું પ્રભાકર ભટ્ટ, જેવી રીતે તેં મને ત્રિવિધ આત્મા સંબંધી પ્રશ્ન પૂછયો છે તેવી રીતે ભવ્યાત્માઓમાં ઉત્તમ એવા ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી, શ્રી રામચંદ્ર, પાંડવ તથા શ્રેણિક આદિ મહાપુરુષો વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર પ્રભુના સમવસરણમાં અત્યંત ભક્તિભાવે આવીને તથા તેઓને મસ્તક નમાવીને આગમ સંબંધી અનેક પ્રશ્નો કર્યા પછી સર્વ પ્રકારે ઉપાદેયભૂત શુદ્ધાત્માને જ પૂછતા હતા. તેના ઉત્તરમાં ભગવાન કહેતા હતા કે એક આત્મજ્ઞાન સમાન અન્ય કાંઈ સારરૂપ નથી. ત્યાર પછી ત્રણ પ્રકારે આત્માનું સ્વરૂપ ભગવાન જેવી રીતે પ્રતિપાદન કરતા હતા તે જ પ્રકારે વીતરાગ વાણી અનુસાર હું તને અહીં કહું છું. ૧૧ ત્રણ પ્રકારના આત્મા કહે છે अण्णा ति-विहु मुणेवि लहु मूढउ मेल्लहि भाउ मुणि सण्णाण णाणमउ तो परमप्प - सहाउ ।।१२।। आत्मानं त्रिविधं मत्वा लघु मूढं मुञ्च भावम्। मन्यस्व स्वज्ञानेन ज्ञानमयं यः परमात्मस्वभावः ।। १२ ।। ત્રિવિધ આત્મા જાણીને, તજ બહિરાતમ ભાવ; નિજાત્મજ્ઞાને જ્ઞાનમય, પ્રીછ ૫૨માત્મસ્વભાવ. ૧૨ હે પ્રભાકર ભટ્ટ, તું ત્રણ પ્રકારના આત્માને જાણીને બહિરાત્મભાવને શીઘ્ર ત્યાગી દે અને જે કેવળજ્ઞાનમય પરમાત્મ સ્વભાવ છે તેને અંતરાત્મ લક્ષણવાળા વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાને કરીને જાણ. સ્વસંવેદન જ્ઞાને કરીને જે પરમાત્માને જાણ્યો છે તે જ ઉપાદેય છે. અહીં શિષ્ય એમ પ્રશ્ન કરે છે કે સ્વસંવેદન જ્ઞાનમાં વીતરાગ વિશેષણ શા માટે મૂકયું છે? કારણ કે જે સ્વસંવેદન જ્ઞાન હશે તે તો રાગરહિત હશે જ. તેનું સમાધાન શ્રી ગુરુ આપે છે કે વિષયોના આસ્વાદનથી પણ તે વસ્તુઓના સ્વરૂપનું જાણપણું થાય છે. તે જાણપણું રાગાદિભાવે કી મલિન હોય છે, માટે ત્યાં નિજસ શુદ્ધ આત્માનો અનુભવ નથી અને વીતરાગદશામાં સ્વરૂપનું યથાર્થજ્ઞાન હોય છે, તેમ જ ત્યાં રાગાદિભાવે કરી આકુળતા-વ્યાકુળતા હોતી નથી. તે સ્વસંવેદન જ્ઞાન પ્રથમ અવસ્થામાં ચોથાપાંચમા ગુણસ્થાનવાળા ગૃહસ્થને પણ હોય છે. પણ ત્યાં રાગ જોવામાં આવે છે. માટે સરાગ –અવસ્થાના નિષેધને અર્થે વીતરાગ સ્વસંવેદનપદ મૂકયું છે. રાગભાવ છે તે કષાયરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૩ છે. તેથી જ્યાં સુધી મિથ્યાદષ્ટિને અનંતાનુબંધી કષાય છે. ત્યાં સુધી તે બહિરાત્મા છે, તેને તો સ્વસંવેદન જ્ઞાન-સમ્યજ્ઞાન સર્વથા જ નથી. ચોથા ગુણસ્થાનમાં રહેનાર સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાયનો અભાવ થવાથી સમ્યજ્ઞાન પ્રગટયું છે; પણ કષાયની ત્રણ ચોકડી અવશેષ હોવાથી બીજના ચંદ્ર સમાન વિશેષ પ્રકાશ હોતો નથી. અને પાંચમા ગુણસ્થાનવાળા આત્માને બે ચોકડીનો અભાવ હોવાથી ચોથા ગુણસ્થાન કરતાં પાંચમામાં રાગભાવ ઓછો છે, વીતરાગતા વધી છે; આથી સ્વસંવેદન જ્ઞાન પણ વિશેષ છે, પણ બે ચોકડી બાકી હોવાથી મુનિની સમાન પ્રકાશ અત્રે હોતો નથી; મુનિને ત્રણ ચોકડી ( અનંતાનુબંધી ક્રોધ, માન, માયા ને લોભ, અપ્રત્યાખ્યાનાવરણી ક્રોધ, માન, માયા ને લોભ તથા પ્રત્યાખ્યાનાવરણી ક્રોધ, માન, માયા ને લોભ) નો અભાવ છે. માટે તેઓને રાગભાવ નિર્બળ હોય છે અને વીતરાગભાવ પ્રબળ હોય છે. મુનિ અવસ્થામાં પહેલાં કરતાં, નીચેની અવસ્થા કરતાં વીતરાગતાં વિશેષ છે; પણ ચોથી ચોકડી (સંજ્વલન કષાય) બાકી છે તેથી અત્રે વીતરાગસંયમી જેવો પ્રકાશ નથી, સાતમા ગુણસ્થાનમાં ચોથી ચોકડી મંદ થઈ જાય છે. ત્યાં આહાર-વિહારાદિ ક્રિયા નથી હોતી, એમાં ધ્યાનારૂઢ અવસ્થા છે. સાતમામાંથી છઠ્ઠા ગુણસ્થાનમાં જ્યારે સંયમી આવે છે ત્યારે આહારાદિ ક્રિયા સંભવે છે. આ પ્રમાણે સંયમી છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાનમાં સ્થિર રહેતો નથી; અંતર્મુહૂર્તકાળમાં ગુણસ્થાનમાં પરિવર્તન થાય છે. આઠમા ગુણસ્થાનમાં ચોથી ચોકડી અત્યંત મંદ થઈ જાય છે તેથી ત્યાં રાગભાવ અત્યંત ક્ષય થઈને વીતરાગભાવ પુષ્ટિ પામે છે. અહીં સ્વસંવેદન જ્ઞાન વિશેષ વિકાસ પામે છે. આ ગુણસ્થાનોમાં મુનિ શ્રેણિ ચઢવા અર્થે શુકલ ધ્યાનમાં સ્થિર થાય છે. શ્રેણિનાં બે ભેદ છે-એક ક્ષપક, બીજી ઉપશમ; ક્ષપક શ્રેણિવાળો આત્મા તે જ ભવમાં કેવલજ્ઞાન પામી નિર્વાણપદ પામે છે. ઉપશમ શ્રેણિવાળો મુનિ આઠમા, નવમા, દશમા તથા અગિયારમા ગુણસ્થાનને સ્પર્શી પાછો પડે છે, પછી થોડાક ભવ ધારણ કરી મોક્ષ પામે છે. ક્ષપક શ્રેણિવાળો સંયમી આઠમા, નવમા, ગુણસ્થાનને પામી કષાયોનો સર્વથા અભાવ કરે છે, એક સંજ્વલન લોભ રહી જાય છે. અહીં પહેલ કરતાં વીતરાગતા અતિ પ્રબળ થાય છે. તેથી સ્વસંવેદન અત્યંત અધિક પ્રકાશ થાય છે. પરંતુ એક સંજ્વલન લોભ બાકી રહેતો હોવાથી અહીં સરાગ ચારિત્ર જ કહેવાય છે. દશમા ગુણસ્થાનના અંતમાં સૂક્ષ્મ લોભ રહેતો નથી અને મોહનીય કર્મનો સંપૂર્ણપણે ક્ષય થવાથી વીતરાગ ચારિત્રની સિદ્ધિ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ ક્ષપક શ્રેણિવાળો જીવ દશમામાંથી બારમા ગુણસ્થાને જાય છે, અગિયારમાને સ્પર્શતો નથી. અહીં યથાખ્યાતચારિત્ર પ્રગટે છે. બારમાના અંતે આત્મા જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાયનો સર્વથા અભાવ કરી કેવલજ્ઞાન પામે છે. મોહનીય કર્મનો ક્ષય દશમામાં પ્રથમ થઈ જાય છે. એમ ઘાતીયા કર્મોનો ક્ષય થવાથી આત્મા તેરમે ગુણસ્થાને અરિહંત પરમાત્મા બને છે, ત્યાં આત્માના અનંત ગુણો પ્રગટતા પામે છે. ચોથા ગુણસ્થાનથી લઈને બારમાં ગુણસ્થાન સુધી તો જીવ અંતરાત્મા કહેવાય છે તથા જ્યાં સંપૂર્ણ જ્ઞાનનો પ્રકાશ છે ત્યાં તેરમે ગુણસ્થાને આત્માને પરમાત્મા કહેવામાં આવે છે. પૂર્ણ શુદ્ધતા પરમાત્મામાં જ પ્રગટે છે. ૧ર આત્માના ત્રણ ભેદ તથા બહિરાત્માનું લક્ષણ मूद वियक्खणु बंभु परु अप्पा ति -विहु हवेइ। देहु जि अप्पा जो मुणइ सो जणु मूदु हवेइ।।१३।। मूढो विचक्षणो ब्रह्मा परः आत्मा त्रिविधो भवति। देहमेव आत्मानं यो मनुते स जनो मूढो भवति।।१३।। મૂઢ, વિચક્ષણ, બ્રહ્મ પર, આત્મા ત્રિવિધ પિછાણ; દેહ જ આત્મા જે ગણે, મૂઢ તેહને જાણ. ૧૩ મૂઢ, બહિરાત્મા, વિચક્ષણ, અંતરાત્મા અને પરબ્રહ્મ, પરમાત્મા એમ આત્મા ત્રણ પ્રકારે છે. જે દેહને જ આત્મા માને છે તે પ્રાણી બહિરાત્મા છે. મિથ્યાત્વ રાગાદિમાં પરિણમેલો આત્મા બહિરાત્મા છે. વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનમાં પરિણમેલો આત્મા અંતરાત્મા છે તથા શુદ્ધ-બુદ્ધ એક જ્ઞાયક સ્વભાવવાળો આત્મા પરમાત્મા કહેવાય છે. શુદ્ધ એટલે રાગાદિ રહિત તથા બુદ્ધ એટલે અનંત જ્ઞાનાદિ ચતુષ્ટય સહિત, પરમાત્મા દ્રવ્યકર્મ, ભાવકર્મ, તથા નોકર્મથી પણ રહિત છે. આ પ્રકારે આત્મા ત્રણ ભેજવાળો છે. - જે વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી પ્રગટેલા સદા આનંદ રૂપ એક સુખામૃત સ્વભાવને પામ્યા નથી અને દેહને જ આત્મા માને છે તે આત્મા બહિરાત્મા છે. બહિરાત્મા હોય છે. તેની અપેક્ષાએ જોકે અંતરાત્મા ઉપાદેય છે તો પણ સર્વ પ્રકારે ઉપાદેયભૂત એવા પરમાત્માની અપેક્ષાએ તે પણ હેય છે. શુદ્ધ સહુજાત્મસ્વરૂપ પરમાત્મા જ એક આરાધવા યોગ્ય, ધ્યાન કરવા યોગ્ય, પ્રાપ્ત કરવા યોગ્ય સર્વ પ્રકારે ઉપાદેય છે. ૧૩ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates - ૧૫ અંતરાત્માનું લક્ષણ કહે છે देह-विभिण्णउ णाणमउ जो परमप्पु णिएइ। परम-समाहि परिठियउ पंडिउ सो जि हवेइ।।१४।। देहविभिन्नं ज्ञानमयं यः परमात्मानं पश्यति। परमसमाधिपरिस्थितः पण्डितः स एव भवति।। १४ ।। જ્ઞાનમયી પરમાત્માને, જુએ દેહથી ભિન્ન; પરમ સમાધિસ્થિત છે, પંડિત તે જ પ્રવીણ. ૧૪ જે જીવ પરમ સમાધિમાં સ્થિત થઈ શરીરથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ પરમાત્માને જાણે છે તે જ પંડિત, અંતરાત્મા છે. જો કે અનુપચરિત અસભૂત વ્યવહારનયથી આત્માની સાથે દેહનો સંબંધ મનાય છે, તોપણ નિશ્ચયનયથી આત્મા તેથી જુદો જ્ઞાનસ્વરૂપ કેવલજ્ઞાનયુક્ત છે, એમ જે શુદ્ધ સહજાત્મા, પરમાત્માને સ્વરૂપસ્થ થઈને જાણે છે, તે જ પંડિત અંતરાત્મા, વિવેકી છે. કહ્યું છે કે “વ: પંડિતો વિવેવી” એટલે પંડિત કોણ? તો કે જે વિવેકવાન છે તે. જેને આત્મા –અનાત્માનો ભેદ પડ્યો છે તે વિવેકી ભેદ-વિજ્ઞાની છે. પરમાત્માની અપેક્ષાએ અંતરાત્મા પણ હોય છે, માત્ર એક શુદ્ધાત્મસ્વરૂપવાળા પરમાત્મા જ સાક્ષાત્ ઉપાદેય છે. ૧૪ પરમાત્માનું સ્વરૂપ કહે છે अप्पा लद्धउ णाणमउ कम्म-विमुक्त जेण। मेल्लिवि सयलु वि दव्वु परु सो परु मुणहि मणेण।।५।। आत्मा लब्धो ज्ञानमयः कर्मविमुक्तेन येन। मुक्त्वा सकलमपि द्रव्यं परं तं परं मन्यस्व मनसा।। १५ ।। કર્મમુક્ત થઈ જ્ઞાનમય, પામ્યા જે સહજાભ; તજી સકલ પરદ્રવ્યને, પ્રીછ તે જ પરમાત્મ. ૧૫ જેણે સમસ્ત પરપદાર્થોનો ત્યાગ કરીને તથા જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મને ભાવકર્મથી વિમુક્ત થઈને કેવલજ્ઞાન સ્વરૂપ શુદ્ધ સહુજાત્મા પ્રાપ્ત કર્યો છે તેનું તું નિર્મળ હૃદયથી પરમાત્મા જાણ. જે દેહરાગાદિ સમસ્ત પર દ્રવ્યોનો ત્યાગ કરી તથા જ્ઞાનાવરણાદિ કર્મોથી મુક્ત થઈ કેવલજ્ઞાનાદિમય શુદ્ધ સ્વરૂપને પામ્યા છે તે આત્માને છે પ્રભાકર ભટ્ટ, તું માયા મિથ્યાત્વ નિદાનરૂપે ત્રણે શલ્યોનો તથા સમસ્ત વિભાવભાવનો ત્યાગ કરી શુદ્ધ મન વડે પરમાત્મા જાણ. એ પરમાત્મા જ ઉપાદેય છે. જ્ઞાનાવરણાદિ સમસ્ત વિભાવરૂપ પરદ્રવ્ય હેય છે. ૧૫ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૬ હરિહરાદિ મહાપુરુષો પણ મનને સ્થિર કરીને જેને ધ્યાવે છે તે પરમાત્માને તું જાણ, એમ પ્રતિપાદન કરે છે તિ-દુયન-વંવિત્ત સિદ્ધિ -ાપ હરિ-હર જ્ઞાĚિ નોનિા लक्खु अलक्खँ धरिवि थिरु मुणि परमप्पउ सो जि ।। १६ ।। त्रिभुवनवन्दितं सिद्धिगतं हरिहरा ध्यायन्ति यमेव । लक्ष्यमलक्ष्येण धृत्वा स्थिरं मन्यस्व परमात्मानं तमेव ।। १६ ।। ત્રિભુવનવંદિત સિદ્ધિગત, ધ્યાવે હરિહર જેહ; અલખપદે મન સ્થિર કરી, ભજ ૫૨માતમ તેહ. ૧૬ ત્રણ લોકમાં પૂજ્ય તથા સિદ્ધપણાને પામેલા એવા પરમાત્માનું હરિહરાદિ મહાન પુરુષો પણ ચિંતવન કરે છે, તો હું પ્રભાકર, તું પોતાના મનને વીતરાગ ૫રમાત્મામાં સ્થિર કરી તે પરમાત્માને જાણ. અહીં કહે છે કે કેવલજ્ઞાનાદિરૂપ પરમાત્માની સમાન રાગાદિ રહિત પોતાનો શુદ્ધ આત્મા છે, એમ તું જાણ તથા તે જ સાક્ષાત્ ગ્રહણયોગ્ય છે તે સિવાય સર્વ પ્રકારના સંકલ્પ-વિકલ્પો ત્યાગવા યોગ્ય છે. બાહ્યદ્રવ્ય એવા પુત્ર, સ્ત્રી આદિ ચેતન-અચેતન પદાર્થોમાં “ આ મારા છે” એવો જે ભાવ છે તે સંકલ્પ કહેવાય છે. હું સુખી છું, હું દુ:ખી છું ઈત્યાદિ ચિત્તગત હર્ષ-વિષાદ આદિ પરિણામ તે વિકલ્પ છે. ૧૬ પરમાત્મા નિત્ય, નિરંજન, જ્ઞાનમય, પરમાનંદ સ્વભાવવાળો શાંત તથા શિવસ્વરૂપ છે એમ દર્શાવતાં કહે છે णिच्चु णिरंजणु णाणमउ परमाणंद - सहाउ। जो हउ सो संतु सिउ तासु मुणिज्जहि भाउ ।। १७ ।। नित्यो निरंजनो ज्ञानमयः परमानन्दस्वभावः। य ईदृशः स शान्तः शिवः तस्य मन्यस्व भावम् ।। १७ ।। નિત્ય, નિરંજન, જ્ઞાનમય, ૫૨માનંદ, -સ્વભાવ; જે એવા શિવશાંત તે, ચિંતવ શુદ્ધ સ્વભાવ. ૧૭ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ જે નિત્ય-અવિનશ્વર છે, રાગાદિ કર્મમલરૂપ અંજનથી રહિત હોવાને લીધે જે નિરંજન છે, કેવલજ્ઞાનથી પૂર્ણ છે, ૫૨માનંદ સ્વભાવવાળા છે, એવા જે ૫રમાત્મા છે તે શાંત અને શિવસ્વરૂપ છે, તે પરમાત્માના શુદ્ધ-બુદ્ધ સ્વભાવને તું જાણ તથા તેનું ધ્યાન કર. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭ તે પરમાત્મા વીતરાગ સ્વભાવને લીધે શાંત અને પરમાનંદ સુખ સ્વભાવને લીધે શિવ કહેવાય છે, તે શુદ્ધ પરમાત્મસ્વભાવની ભાવના કર. પરમાત્માનું કથન કરે છે जो णिय-भाउ ण परिहरइ जो पर-भाउ ण लेइ। जाणइ सयलु वि णिच्चु पर सो सिउ संतु हवेइ।।१८।। यो निजभावं न परिहरति यः परभावं न लाति। जानाति सकलमपि नित्यं परं स शिवः शान्तो भवति।। १८ ।। તજે ન જે નિજભાવને, રહે નહીં પરભાવ; કેવલ જાણે સૌ સદા, તે શિવ શાંત સ્વભાવ. ૧૮ જે આત્મા અનંતજ્ઞાનાદિરૂપ સ્વસ્વભાવને તજતો નથી અને કામક્રોધાદિરૂપ પરભાવને ગ્રહણ કરતો નથી તથા સર્વ પદાર્થોને માત્ર જે જાણે છે તે જ શાંત તથા શિવરૂપ થાય છે. સંસાર અવસ્થામાં પણ શુદ્ધ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ સર્વજીવો શક્તિરૂપે પરમાત્મા છે, વ્યક્તિરૂપે નહિ. મુક્ત અવસ્થામાં જ આત્મા વ્યક્તિરૂપે પરમાત્મા કહેવાય છે. ત્યારે આત્મા શાંત, શિવ આદિ સંજ્ઞાને પામે છે. કહ્યું છે शिवं परमकल्याणं निर्वाणं शान्तमक्षयं। प्राप्तं मुक्तिपदं येन स शिवः परिकीर्तितः।। પરમ કલ્યાણરૂપ, નિર્વાણરૂપ મહાશાંત અવિનશ્વર એવા મુક્તિ પદને જે પામ્યા તે શિવ કહેવાય છે, તે સિવાય નામધારી અન્ય કોઈ યથાર્થ શિવ નથી. શાંત, શિવ પરમાત્મા ઉપાદેય છે. ૧૮ નિરંજનનું સ્વરૂપ કહે છે जासु ण वप्पु ण गंधु रसु जासु ण सहु ण फासु। जासु ण जम्मणु मरणु ण वि णाउ णिरंजणु तासु।।१९।। जासु ण कोहु ण मोहु मउ जासु ण माय ण माणु। जासु ण ठाणु ण झाणु जिय सो जि णिरंजणु जाणु।।२०।। अत्थि ण पुण्णु ण पाउ जसु अत्थि ण हरिसु विसाउ। अत्थि ण एक्कु वि दोसु जसु सो जि णिरंजणु भाउ।।२१।। તિયત્નો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ यस्य न वर्णो न गन्धो रसः यस्य न शब्दो न स्पर्शः। यस्य न जन्म मरणं नापि नाम निरंजनस्तस्य।। १९ ।। यस्य न कोधो न मोहो मदः यस्य न माया न मानः। यस्य न स्थानं न ध्यानं जीव तमेव निरञ्जनं जानीहि।। २०।। अति न पुण्यं न पापं यस्य अस्ति न हर्षा विषादः। अस्ति न एकोऽपि दोषो यस्य स एव निरञ्जनो भावः।। २१ ।। ત્રિવત્તા વર્ણ, ગંધ, રસ, શબ્દ કે, સ્પર્શ ન જેને જાણ; જન્મ મરણ જેને નહીં, તે જ નિરંજન નામ. ૧૯ જેને ક્રોધ ન મોહ ના, મદ માયા કે માન; સ્થાન ધ્યાન જેને નહીં, તે જ નિરંજન જાણ. ૨૦ પુણ્ય પાપ જેને નહીં, નહીં હર્ષ કે ખેદ; નહીં એક પણ દોષ તે, ભાવ નિરંજન દેવ. ૨૧ જેને વર્ણ નથી, રંગ નથી, ગંધ નથી, રસ નથી, શબ્દ નથી, સ્પર્શ નથી, જન્મ નથી તથા મરણ નથી તે પરમાત્માની નિરંજન સંજ્ઞા છે. ૧૯ જેને ક્રોધ નથી, મોહ નથી, મદ નથી, માયા નથી, માન નથી, જેને કર્મજન્ય સ્થાન નથી તથા ધ્યાન નથી તેને હું જીવ, તું નિરંજન જાણ. ૨૦ જેને પુણ્ય નથી, પાપ નથી, હર્ષ નથી, વિષાદ નથી, જેને અઢાર દોષોમાંથી એક પણ દોષ નથી તે નિરંજન પરમાત્મા છે. તેની તું ભાવના કર અથવા તેના સ્વરૂપને જાણ. ૨૧ જેમાં શુક્લ (સફેદ), કૃષ્ણ, લાલ, પીત તથા નીલ વર્ણ આદિ કોઈ વર્ણ નથી, સુગંધ કે દુર્ગધરૂપ એક પ્રકારની ગંધ નથી, મધુર, ખાટો, તીખો, કડવો તથા તૂરો એ પાંચમાંથી એકેય રસ નથી, જેને ભાષા-અભાષારૂપ શબ્દ પણ નથી, સ્વર નથી, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ , રુક્ષ, ગુરુ, લઘુ, કોમળ, કઠણરૂપ આઠ પ્રકારના સ્પર્શમાંથી એકેય સ્પર્શ નથી તથા જેને જન્મ-મરણ પણ નથી, તે ચિદાનંદ એક સ્વભાવવાળા શુદ્ધ સહજાન્મસ્વરૂપ પરમાત્માની નિરંજન સંજ્ઞા (નામ) છે, અર્થાત્ પરમાત્મા જ નિરંજન કહેવાય છે. જેને ક્રોધ, મોહ તથા વિજ્ઞાનાદિ આઠ ભેદવાળો મદ નથી, જેને માન નથી, માયા નથી, ધ્યાનનાં સ્થાન જે નાભિ, હૃદય, મસ્તક ઈત્યાદિ પણ જેને નથી તથા ચિત્તને રોધવારૂપ ધ્યાન પણ નથી. આ પ્રકારના સહુજાત્મસ્વરૂપ પરમાત્માને હું જીવ, તું નિરંજન જાણ. અર્થાત્ ખ્યાતિ, પૂજા, લાભ તથા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૯ જોયેલા સાંભળેલા અને અનુભવેલા એવા ભોગોની આકાંક્ષારૂપ સમસ્ત પરિણામોને ત્યાગીને સ્વશુદ્ધાત્માની અનુભૂતિ લક્ષણવાળી નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને શુદ્ધાત્માનો જ હે શિષ્ય, તું અનુભવ કર. જેને દ્રવ્ય ભાવરૂપ પુણ્ય નથી તથા પાપ પણ નથી, રાગરૂપ હર્ષ નથી તથા દ્વેષરૂપ ખેદ નથી. તેમ જ અઢાર દોષોમાંથી એકપણ દોષ જેને નથી, તેને હૈ પ્રભાકર ભટ્ટ, તું નિરંજન જાણ અને સ્વશુદ્ધાત્મજ્ઞાન લક્ષણવાળી વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈને તેનો અનુભવ કર. આવી રીતે ત્રણ દોહરાઓમાં કહેલો નિરંજન પરમાત્મા જાણવો જોઈએ. અન્ય કલ્પનાજનિત નિરંજન કોઈ પણ છે નહિ. અહીં જે વિશુદ્ધ જ્ઞાનદર્શન અભાવવાળો નિરંજન પરમાત્મા કહેવામાં આવ્યો છે, તે જ ઉપાદેય છે. ૧૯, ૨૦, ૨૧. પરમાત્માનું સ્વરૂપ ચાલુ जासु ण धारणु धेउ ण वि जासु ण जंतु ण मंतु । जासु ण मंडलु मुद्द् ण वि सो मुणि हेउँ अणंतु ।। २२ ।। यस्य न धारणा ध्येयं नापि यस्य न यन्त्रं न मन्त्रः । यस्य न मंडलं मुद्रा नापि तं मन्यस्व देवमनन्तम्।।२२।। ધ્યેય ધા૨ણા યંત્ર કે, મંત્ર ન જેને, જાણ; મંડલ મુદ્રા પણ નહીં, દેવ અનંત પિછાણ. ૨૨ જેને કુંભક, પૂરક તથા રેચક નામવાળી ધારણા નથી, જેને મૂર્તિ આદિ કોઈ ધ્યેય (ધ્યાન કરવાયોગ્ય ) નથી, જેને અક્ષરોની રચનારૂપ સ્તંભન મોહનાદિ સંબંધી યંત્ર નથી, જેને અનેક પ્રકારના અક્ષરોના ઉચ્ચારણરૂપ મંત્ર નથી. જેને જલમંડલ, વાયુમંડલ, અગ્નિમંડલ તથા પૃથ્વીમંડલ આદિ મંડલ નથી, જેને ગારુડ મુદ્રા, જ્ઞાન મુદ્રા આદિ મુદ્રા નથી તેને અનંત જ્ઞાનાદિવાળા પરમાત્મા તું જાણ. અદ્રિય આત્મિક સુખના આસ્વાદની વિપરીત એવા જિવા ઇંદ્રિયના વિષયોને જીતીને, નિર્મોહ શુદ્ધસ્વભાવથી વિરુદ્ધ એવા મોહભાવને તજીને, અને વીતરાગ સહજ આનંદરૂપ ૫૨મ સમરસી ભાવમય સુખરૂપી અનુભવના શત્રુ એવા નવ પ્રકારના અબ્રહ્મનો તથા નિર્વિકલ્પ સમાધિના ઘાતક મનના સંકલ્પ-વિકલ્પોનો ત્યાગ કરીને હું પ્રભાકર ભટ્ટ, તું શુદ્ધ સહજાત્માનો અનુભવ કર. કહ્યું છે કે- “ ઈંદ્રિયોમાં જીભ બળવાન છે, જ્ઞાનાવરણાદિ આઠે કર્મોમાં મોહકર્મ બળવાન છે, પાંચે મહાવ્રતોમાં બ્રહ્મચર્યવ્રત પ્રબળ છે અને ગુતિઓમાં મનોગુતિ પાળવી કઠણ છે. આ ચારે વાતો કઠણાઈથી સિદ્ધ થાય છે. ૨૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨) પરમાત્માસ્વરૂપ ચાલુ वेयहिँ सत्थहिँ इंदियहिँ जो जिय मुणहु ण जाइ। णिम्मल-झाणहँ जो विसउ सो परमप्पु अणाइ।।२३।। वेदैः शास्त्रैरिन्द्रियैः यो जीव मन्तुं न याति। निर्मलध्यानस्य यो विषयः स परमात्मा अनादिः।। २३ ।। વેદ શાસ્ત્ર ઈન્દ્રિયથી જીવ ન જાણ્યો જાય; નિર્મળ ધ્યાન તણો વિષય, અનાદિ આતમરાય. ૨૩ જે વેદશાસ્ત્રો તથા ઈન્દ્રિયો વડે જાણવામાં આવતો નથી, પણ જે પવિત્ર ધ્યાનનો વિષય છે, તે જ આદિ-અંત રહિત પરમાત્મા જણાય છે. વેદ તથા શાસ્ત્ર શબ્દરૂપ છે અને આત્મા તો શબ્દાતીત છે. તે શબ્દોથી કેમ જણાય? ઈન્દ્રિયો અચેતન છે, તે આત્માને જાણી શકતી નથી. આત્મા તેઓને જાણનાર છે. માટે પરપદાર્થોને કયાંથી જાણે ? નિર્મળ ધ્યાન દ્વારા જ પરમાત્મા જણાય છે. અન્યત્ર કહ્યું છે કે अन्यथा वेदपाण्डित्यं शास्त्रपाण्डित्यमन्यथा।। अन्यथा परमं तत्त्वं लोकाः क्लिश्यन्ति चान्यथा।। વેદની પંડિતાઈ જુદી છે, તેમ શાસ્ત્રનું પંડિતપણું પણ જુદું છે. જ્યારે પરમાત્મ તત્ત્વ તેથીય જુદું છે અને લોકો અન્યથા કલેશ કરે છે. ૨૩ એ પરમ તત્ત્વ શુદ્ધ સહજામા જ સર્વથા ઉપાદેય છે. પરમાત્મા સમાધિનો વિષય છે એમ કહે છે केवल-दंसण -णाणमउ केवल-सुक्ख-सहाउ। केवल-वीरिउ सो मुणहि जो जि परावरु भाउ।। २४।। केवलदर्शनज्ञानमयः केवलसुखस्वभावः। केवलवीर्यस्तं मन्यस्व य एव परापरो भावः।। २४ ।। કેવલદર્શનજ્ઞાનમય, કેવલ સુખ સ્વભાવ; કેવલ વીર્યમયી ગણો, સર્વશ્રેષ્ઠ સદ્ભાવ. ૨૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧ જે કેવલદર્શન અને કેવલજ્ઞાનમય છે–એટલે કે જેને પરપદાર્થનો આશ્રય નથી, પોતે પરના આધાર વિના સમસ્ત પદાર્થો તથા તેના ગુણ પર્યાયોને એક સમયે જાણે છે તથા દેખે છે, જે કેવલ સુખ સ્વભાવવાળા છે, જે અનંત વીર્યવાળા છે તથા જે ઉત્તમ એવા અરિહંત પરમાત્માથી પણ અધિક છે એવા સહજાન્મસ્વરૂપ સિદ્ધરૂપ શુદ્ધાત્માને તું જાણ. પરમાત્મા બે પ્રકારે છે–એક સકલ પરમાત્મા અને બીજા નિષ્કલ પરમાત્મા. તેમાં જે “કલ' એટલે શરીર સહિત છે તે સકલ પરમાત્મા અરિહંત ભગવાન છે અને જેને શરીર નથી એવા નિષ્કલ પરમાત્મા નિરાકાર સ્વરૂપ અશરીરી સિદ્ધ પરમેષ્ઠી છે. તેઓ સકલ પરમાત્મા કરતાં પણ ઉત્તમ છે. તે જ સહજાત્મસ્વરૂપ સિદ્ધરૂપ શુદ્ધાત્મા જ ધ્યાન કરવા યોગ્ય છે. બાકી સર્વ હેય છે. ૨૪ મુક્તાત્માઓ લોકના અગ્રભાગે વસે છે एयहिँ जुत्तउ लक्खणहिँ जो परु णिक्कलु देउ। सो तहिँ णिवसइ परम पइ जो तइलोयहँ झेउ।। २५ ।। एतैर्युक्तो लक्षणैः यः परो निष्कलो देवः। स तत्र निवसति परमपदे यः त्रैलोक्यस्य ध्येयः।। २५।। તે તે લક્ષણ યુક્ત જે, અશરીરી વર દેવ; તે ત્યાં પરમપદે વસે, જે ત્રિભુવનનો ધ્યેય. ૨૫ એવા લક્ષણોયુક્ત ઉત્તમ પરમાત્મા ઔદારિકાદિ પાંચે શરીરથી રહિત નિરાકાર છે, એટલે શરીરરૂપ આકાર જેને નથી તથા જે ત્રણ લોકના ધ્યેયરૂપ છે, એવો પરમાત્મા-શુદ્ધ સહુજામા લોકાગ્રે મોક્ષમાં વસે છે. અહીં જે સિદ્ધ પરમાત્માનું વર્ણન કરવામાં આવ્યું છે, તેની સમાન આ આત્માનું પણ સ્વરૂપ છે, તે જ ઉપાદેય તથા ધ્યાન કરવા યોગ્ય છે. જેવો આત્મા સિદ્ધલોકે વિરાજે છે તેવો જ આત્મા આ દેહમાં વિદ્યમાન છે. ૨૫ જેવો પ્રગટ પરમાત્મા મોક્ષમાં છે તેવો પરમાત્મા જ શુદ્ધનયની અપેક્ષાએ આ દેહમાં પણ શક્તિરૂપે રહેલો છે એમ પ્રગટ કરે છે जेहउ णिम्मलु णाणमउ सिद्धिहिँ णिवसइ देउ। तेहउ णिवसइ बंभु परु देहहँ मं करि भेउ।।२६।। यादृशो निर्मलो झानमयः सिद्धो निवसति देवः। तादृशो निवसति ब्रह्मा परः देहे मा कुरु भेदम्।। २६ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨ જેવો નિર્મળ જ્ઞાનમય, વસે સિદ્ધિમાં દેવ; તેવો પરમાતમ વસે, દેહ, ગણ નહિ ભેદ. ૨૬ જેવો કેવલજ્ઞાનાદિ પ્રગટ સ્વરૂપવાળો કાર્યસમયસાર, ઉપાધિ રહિત, ભાવકર્મ, દ્રવ્યકર્મ તથા નોકર્મરૂપ મળથી રહિત જ્ઞાનાદિ અનંત ગુણરૂપ દેવાધિદેવ પરમાત્મા મોક્ષમાં વસે છે તેવો જ સર્વ લક્ષણ સમ્પન્ન પરબ્રહ્મ શુદ્ધ બુદ્ધ સ્વભાવવાળો સહજાન્મસ્વરૂપ પરમાત્મા શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી શરીરમાં વસે છે. માટે હું પ્રભાકર ભટ્ટ, તું સિદ્ધ ભગવાન તથા પોતામાં ભેદ ન માન. જગતવાસી આત્મા તથા શુદ્ધ પરમાત્મામાં ગુણોની શક્તિ-વ્યક્તિ અપેક્ષાએ ભેદ છે. સિદ્ધ પરમાત્માના જ્ઞાનાવરણાદિ કર્મ સર્વથા નાશ પામ્યાં છે તેથી તેઓમાં અનંતગુણ પ્રગટયા છે, જયારે સંસારી આત્માઓમાં મોહ આદિ કર્મોને લીધે તે ગુણો અપ્રગટ છે; પણ પ્રત્યેક સંસારી જીવમાં સિદ્ધત્વ પ્રગટ કરવાની શક્તિ છે, આવરણ દૂર થવાથી આત્મા સિદ્ધ થાય છે. મોક્ષપાહુડમાં કહ્યું છે કે" णमिएहिं जं णमिज्जइ झाइज्जइ झाइएहिं अणवरयं। थुव्वंतेहिं थुणिज्जइ देहत्थं किं पि तं मुणइ।। એટલે જે નમસ્કાર યોગ્ય પુરુષો વડે પણ નમસ્કાર કરવા યોગ્ય છે, મહાત્માઓ વડે ધ્યાન કરવા યોગ્ય છે, પ્રશંસા યોગ્ય પુરુષો વડે સદા સ્તુતિ કરવા યોગ્ય છે એવો જીવ નામનો પદાર્થ આ શરીરમાં નિવાસ કરે છે, તેનું તું પરમાત્મા જાણ. ર૬ પરમાત્માને જ્ઞાનચક્ષુએ જોવાથી પૂર્વે કરેલાં કર્મ નાશ પામે છે C दिहूँ तुटुंति लहु कम्मइँ पुव्व-किया। सो परु जाणहि जोइया देहि वसंतु ण काइँ।।२७।। येन दृष्टेन त्रुट्यन्ति लघु कर्माणि पूर्वकृतानि। तं परं जानासि योगिन् देहे वसन्तं न किम्।। २७।। શીધ્ર પૂર્વ કર્મો ખપે, જોતાં જે ધરી પ્રેમ; દેહે વસતો દેવ તે, યોગિ, ન જાણો કેમ? ૨૭ જે પરમાત્માને વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ નિર્મળ નેત્રો વડે જોવાથી તરત જ પૂર્વે કરેલા કર્મો ક્ષય પામે છે, એટલે અજ્ઞાનથી જે શુભાશુભ કર્મ ઉપાર્જન કરેલાં હોય છે તે સહજાન્મસ્વરૂપના દર્શનથી નાશ પામી જાય છે, તો હે યોગી, દેહમાં રહેલા તે શુદ્ધ સહજાન્મસ્વરૂપ પરમાત્માને તું કેમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩ જાણતો નથી? જેને જાણવાથી કર્મ-કાલિમા દૂર થઈ જાય છે, તે આત્મા શરીરમાં વસતાં છતાં કોઈ સમયે શરીરરૂપે પરિણમતો નથી. તેને તું સારી રીતે યથાર્થપણે ઓળખ. તું જગતની બીજી વાતોને જાણે છે પણ પોતાના સ્વરૂપને શા માટે જાણતો નથી? પોતાનું સ્વરૂપ જ ઉપાદેય છે, અન્ય પદાર્થો નહિ. ૨૭ પાંચ પ્રક્ષેપકોને કહે છે जित्थु ण इंदिय-सुह-दुहइँ जित्थु ण मण-वावारु। सो अप्पा मुणि जीव तुहुँ अण्णु परि अवहारु।।२८।। यत्र नेन्द्रियसुखदुःखानि यत्र न मनोव्यापारः। तं आत्मानं मन्यस्व जीव त्वं अन्यत्परमपहर।। २८ ।। ઈન્દ્રિય સુખદુ:ખ જ્યાં નહિં, નહિં મનોવ્યાપાર; તે આત્માને જાણ તું, અન્ય સર્વે તજ કાર. ૨૮ જે આત્મસ્વભાવમાં ઈન્દ્રિયજનિત સુખ:દુઃખ નથી કે જેમાં મનનો વ્યાપાર નથી તેને હું જીવ, તું શુદ્ધ આત્મા જાણ, અને બીજાં સર્વ વિભાવ પરિણામોને છોડ. અનાકુળતા લક્ષણોવાળું જે પારમાર્થિક સુખ તેથી વિપરીત આકુળતાજનક ઈન્દ્રિય સુખ-દુઃખ તે શુદ્ધાત્મસ્વરૂપમાં નથી. સંકલ્પવિકલ્પરૂપ મનનો વ્યાપાર તે પણ ત્યાં નથી. આ પ્રમાણે શુદ્ધાત્માને નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને તું જાણે અને પરમાત્મ સ્વભાવથી વિપરીત એવા પાંચ ઈન્દ્રિયના વિષય વિકારોને દૂરથી છોડી દે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે નિર્વિકલ્પ સમાધિમાં સર્વત્ર વીતરાગ વિશેષણ શા માટે મૂકયું છે? સમાધાનઃ- જ્યાં વીતરાગતા છે ત્યાં નિર્વિકલ્પપણું છે આ રહસ્ય સમજાવા માટે અથવા જે રાગી જીવ પોતાને નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત માને છે તેના નિષેધને અર્થે વીતરાગ વિશેષણ છે; સફેદ શંખની સમાન આ વિશેષણ છે. એટલે જે શંખ છે તે સફેદ જ છે તેમ જે નિર્વિકલ્પ સમાધિ છે તે વીતરાગતારૂપ જ છે. ૨૮ જે પરમાત્મા વ્યવહારથી દેહમાં રહે છે પણ નિશ્ચયથી સ્વરૂપમાં છે તેને કહે છે देहादेहहिँ जो वसइ भेयाभेय-णएण। सो अप्पा मुणि जीव तुहुँ किं अण्णे बहुएण।। २९ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ देहादेहयोः यो वसति भेदाभेदनयेन। तमात्मानं मन्यस्य जीव त्वं किमन्येन बहुना।। २९ ।। ભેદભેદ નયે વસે દેહે દેહથી ભિન્ન; તે આત્માને જાણ જીવ, બહુ અન્યથી શું ખિન્ન ? ૨૯ જે આત્મા ભેદ, અભેદ નયથી દેહ તથા અદેહમાં નિવાસ કરે છે, તેને હે જીવ તું પરમાત્મા જાણ. આત્માથી ભિન્ન એવા દેહુ રાગાદિથી શું પ્રયોજન છે? જે અનુપચરિત અસદભૂત વ્યવહારનયથી જડરૂપ દેહમાં નિવાસ કરે છે અને શુદ્ધ નિશ્ચયનયથી પોતાના આત્મસ્વભાવમાં રહેલો છે. અર્થાત વ્યવહારનયથી આત્મા દેહસ્થિત કહેવાય છે છતાં પરમાર્થથી સ્વભાવમાં સ્થિત છે, તે આત્માને હે જીવ, તું પરમાત્મા માન, તેનું જ ધ્યાન કર, તેથી અન્ય તન ધન સ્વજનાદિનું તારે શું કામ છે? આત્મા દેહમાં વસતાં છતાં નિશ્ચયથી દેહરૂપે પરિણમતો નથી. તે સ્વશુદ્ધાત્મા જ સર્વ પ્રકારે ઉપાદેય છે. ર૯ જીવ અજીવદ્રવ્યો પોતપોતાનાં લક્ષણથી જુદાં છે जीवाजीव म एक्कु करि लक्खण-भेएँ भेउ। जो परु सो परु भणमि मुणि अप्पा अप्पु अभेउ।।३०।। जीवाजीवौ मा एकौ कुरु लक्षणभेदेन भेदः। यत्परं भणामि मन्यस्व आत्मन आत्मना अभेदः।। ३०।। જીવાજીવ ન એક ગણ, લક્ષણ ભેદે ભિન્ન; જે પર તેને કહું, ગણ સ્વ સ્વથી અભિન્ન. ૩૦ હે શિષ્ય, તું જીવ અને અજીવને એક ન કર, એટલે એક ન માન કારણ કે આ બન્નેમાં લક્ષણના ભેદથી ભેદ છે. જે પર છે તેને તે પર જાણ અને આત્મા આત્માની સાથે અભેદ છે એમ હું કહું છું તે તું માન્ય કર, શ્રદ્ધા કર. વર્ણ, રસાદિ રહિત “શુદ્ધ ચૈતન્ય” જીવનું લક્ષણ છે. શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં જડ દ્રવ્યના ગુણ તથા લક્ષણ નથી તેથી શુદ્ધાત્મા અજીવથી તદ્દન જુદો છે. અજીવ દ્રવ્ય બે પ્રકારે છે. એક જીવસંબંધી અને અજીવ સંબંધી. દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા નોકર્મ જીવ સંબંધી અજીવ દ્રવ્ય છે. અને પુદગલાદિ પાંચ દ્રવ્યરૂપ અજીવ જીવ સંબંધી નથી. માટે જીવથી જુદા છે. આ પ્રમાણે જીવ અને અજીવ બન્ને પદાર્થો ભિન્ન ભિન્ન છે. તેને હે શિષ્ય એક જાણીશ નહિ. રાગાદિ જે કર્મજન્ય છે તેથી પર છે તેને પર જ માન. આત્માથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫ ભિન્ન માન. અહીં જે શુદ્ધ લક્ષણ સંયુક્ત શુદ્ધ સહજાન્મસ્વરૂપ છે તે જ ઉપાદેય છે. ૩) શુદ્ધાત્માના જ્ઞાનાદિ લક્ષણોને કહે છે अमणु अणिंदिउ णाणमउ मुत्ति-विरहिउ चिमित्त। अप्पा इंद्रिय- विसउ णवि लक्खण एहु णिरुतु।।३१।। अमनाः अनिन्द्रियो ज्ञानमयः मूर्तिविरहितश्चिन्मात्रः। आत्मा इन्द्रियविषयो नैव लक्षणमेतन्निरुक्तम्।।३१।। ઇંદ્રિય મન વિણ, જ્ઞાનમય, અરૂપી ચેતનમાત્ર; આત્મા ઇંદ્રિયગ્રાહ્ય નહિ, એ લક્ષણ વિખ્યાત. ૩૧ આ શુદ્ધ આત્મા મનરહિત છે, અતીન્દ્રિય છે, જ્ઞાનમય છે, અમૂર્તિક છે, ચૈતન્ય માત્ર છે તથા ઇન્દ્રિયોથી જણાય તેવો નથી. આ પ્રમાણે જીવનાં નિશ્ચિત લક્ષણ કહ્યાં છે. પરમાત્મા મનરહિત છે, કારણ કે મને સંકલ્પ –વિકલ્પ રૂપ છે અને પરમાત્મામાં સંકલ્પ-વિકલ્પનો અભાવ છે. પાંચ ઈન્દ્રિયોથી રહિત હોવાને લીધે પરમાત્મા અતીન્દ્રિય છે. લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન સહિત હોવાથી પરમાત્મા જ્ઞાનમય છે. આત્મામાં રૂપ, રસ, ગંધ, અને સ્પર્શનો અભાવ છે તેથી તે અમૂર્તિક છે. અન્ય દ્રવ્યોમાં ચૈતન્યપણાનો અભાવ છે, માત્ર જીવ દ્રવ્યમાં ચૈતન્યપણું છે તેથી તે ચિત્માત્ર કહેવાય છે. પરમાત્મા ઈન્દ્રિયો વડે જાણવામાં આવતો નથી, વીતરાગ વસંવેદન જ્ઞાનથી જ જણાય છે માટે ઈન્દ્રિય અગોચર છે. આવાં લક્ષણવાળો આત્મા છે. ૩૧ પરમાત્માના ધ્યાનથી સંસારલતા નાશ પામે છે भव-तणु-भोय-विरत्त मणु जो अप्पा झाएइ। तासु गुरुक्की वेल्लडी संसारिणि तुट्टेइ।। ३२ ।। भवतनुभोगविरक्तमना य आत्मानं ध्यायति। तस्य गुर्वी वल्ली सांसारिकी त्रुट्यति।।३२।। ભવ તન ભોગ વિરક્ત મન, આત્મસ્વરૂપ જે ધ્યાય; તેની ભવવેલી મહા, શીધ્ર તૂટી ક્ષય થાય. ૩૨ જે જીવો સંસાર, શરીર તથા ભોગોથી વિરક્ત થઈને શુદ્ધાત્માને ધ્યાવે છે તેની સંસારરૂપી મોટી લતા નાશ પામે છે. સંસાર, શરીર અને ભોગોમાં આ ચિત્ત જે આસક્ત છે તેને વીતરાગ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાનંદ સુખરસના આસ્વાદ દ્વારા ત્યાંથી ખસેડીને જે શુદ્ધ સહજ આત્મસ્વરૂપને ધ્યાવે છે તેની સંસાર રૂપી મોટી લતા નાશ પામે છે અર્થાત્ ભવ-ભ્રમણ ટળી પરમાનંદની પ્રાપ્તિ થાય છે. ૩ર નિશ્ચયથી પરમાત્મા દેહ દેવાલયમાં વસે છે देहा-देवलि जो वसइ देउ अणाइ-अणंतु। વવ7-Mા-ડુરંત-તળુ સો પરમપૂ fમંતiા રૂરૂ . देहदेवालये यः वसति देवः अनाद्यनन्तः। केवलज्ञानस्फुरत्तनुः स परमात्मा निर्धान्तः ।। ३३ ।। તન દેવાલયમાં વસે, દેવ અનાદિ અનંત; કેવલજ્ઞાન પ્રગટ તનુ, પરમાતમ નિર્દાન્ત. ૩૩ જે આત્મદેવ દેહરૂપી દેવાલયમાં નિવાસ કરે છે, જે અનાદિ અનંત છે. અને જેને કેવલજ્ઞાન પ્રકાશરૂપ શરીર છે, તે નિઃસંદેહ પરમાત્મા છે. આત્મા વ્યવહારથી દેહરૂપી દેવાલયમાં વસે છે તોપણ નિશ્ચયથી તે દેહથી ભિન્ન છે. શરીરની સમાન મૂર્તિક તથા અશુચિમય નથી, પણ મહા પવિત્ર છે, આરાધવા યોગ્ય છે; પૂજ્ય છે શુદ્ધદ્રવ્યાર્થિક નયથી પરમાત્મા અનાદિ અનંત છે અને દેહ સાદિ સાંત છે. આત્મા નિશ્ચયથી લોકાલોકને જાણનાર કેવળજ્ઞાન પ્રકાશરૂપ શરીરવાળો છે, જ્યારે દેહ તો જડ છે,એમ પૂર્વોક્ત લક્ષણયુક્ત પરમાત્મા જડ દેહમાં રહે છે તો પણ તેથી જુદો છે, તે દેહને આત્મારૂપી દેવ અડતો નથી. તે જ આત્મદેવ ઉપાદેય છે. ૩૩ આત્મા દેહને સ્પર્શતોય નથી देहे वसंतु वि णवि छिवइ णियम देहु वि जो जि। देहँ छिप्पइ जो वि णवि मुणि परमप्पउ सो जि।।३४।। देहे वसन्नपि नैव स्पृशति नियमेन देहमपि य एव। देहेन स्पृश्यते योऽति नैव मन्यस्व परमात्मानं तमेव।। ३४।। વસે દેહમાં તોય ના, નિશ્ચ સ્પર્શે દેહ; દેહે વળી સ્પર્શાય ના, ગણ પરમાતમ તેહ. ૩૪ દેહમાં રહેવા છતાં પણ નિશ્ચયનયથી જે દેહને સ્પર્શતો નથી; તેમ દેહ વડે જે સ્પર્શ કરાતો નથી, અર્થાત્ દેહથી જે જુદો જ છે, તેને તું પરમાત્મા જાણ. અર્થાત્ પોતાનું સ્વરૂપ જ પરમાત્મા છે. શુદ્ધાત્માની અનુભૂતિથી વિપરીત એવાં ક્રોધ, માન, માયા, અને લોભરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિભાવ પરિણામ છે. તે પરિણામોને લઈ શરીરની ઉત્પત્તિ થાય છે. પ્રાપ્ત શરીરમાં આત્મા નિવાસ કરે છે, તો પણ તેને તે સ્પર્શતો નથી તથા દેહ વડે તથા તે આત્મા સ્પર્શતોય નથી એવો જે પદાર્થ છે તેને તું પરમાત્મા જાણ. વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને તે પરમાત્માનો વિચાર કર. દેહાત્મબુદ્ધિવાળા જીવોને દેહમાં રહેલો આત્મા જણાતો નથી. એ શુદ્ધાત્મા જ દેહની મમતા તજીને આરાધવા યોગ્ય છે. ૩૪ યોગીઓને સમાધિમાં પરમાત્મા જણાય છે जो सम-भाव-परिठियहँ जोइहँ कोइ फुरेइ। परमाणंदु जणंतु फुडु सो परमप्पु हवेइ।।३५ ।। यः समभावप्रतिष्ठितानां योगिनां कश्चित् स्फुरति। परमानन्दं जनयन् स्फुटं स परमात्मा भवति।।३५ ।। સમભાવે સ્થિત યોગીને, ફુરે અંતરે જેહુ; પરમાનદ જગાવતો, પરમાત્મા સ્કુટ તેહ. ૩૫ સમભાવમાં સ્થિત એવા યોગીઓના અંતરાત્મામાં પરમ આનંદને ઉત્પન્ન કરતો જે કોઈ ભાવ સ્કુરાયમાન થાય છે, તે જ પ્રગટ પરમાત્મા છે. જીવન-મરણ, લાભ-અલાભ, સુખદુઃખ ઈત્યાદિ ધંધોમાં સમપરિણતિરૂપ સમભાવમાં મગ્ન યોગીઓને ધ્યાનમાં અપૂર્વ આનંદ ઉત્પન્ન થાય છે, તે સમયે જે કોઈ શુદ્ધ આત્માનો અનુભવ પ્રગટ થાય છે, તે જ પ્રગટ પરમાત્મા છે એમ જાણો. ઈબ્દોપદેશમાં કહ્યું છે કે “आत्मानुष्ठाननिष्ठस्य व्यवहारबहिः स्थितेः। जायते परमानन्दः कश्चिद्योगेन योगिनः।। * બાહ્યવ્યવહારનો ત્યાગ કરીને આત્મસ્વરૂપમાં એકતાર રહેનાર યોગીને ધ્યાનથી કોઈ અપૂર્વ આનંદ ઉપજે છે, હે પ્રભાકર, ઉપરોક્ત લક્ષણવાળો પરમાત્મા છે. વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં લીન થયેલા મહાત્માઓને તે જ ઉપાદેય છે તેથી વિપરીત સર્વ હેય છે. ૩૫ * ધ્યાનમાં મગ્નતા જ્યાં, ત્યાં બાહ્યવ્યાપાર શૂન્યતા; ધ્યાનથી યોગી આસ્વાદ, સચ્ચિદાનંદ વ્યક્તતા. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮ આત્મા દેહરૂપ થતો નથી कम्ण-णिबद्ध वि जोइया देहि वसंतु बि जो जि। होइ ण सयलु कया वि फुडु मुणि परमप्पउ सो जि।। ३६ ।। कर्मनिबद्धोऽपि योगिन् देहे वसन्नति य एव। भवति न सकलः कदापि स्पुंट मन्यस्व परमात्मानं तमेव।। ३६ ।। યોગિન્ કર્મ નિબદ્ધ જો, તને વસે વળી તોય; દેહરૂપ કદી ના બને, ફુટ પરમાતમ સોય. ૩૬ હે યોગી, કર્મોથી બંધાયેલો આત્મા શરીરમાં નિવાસ કરવા છતાં કદી પણ દેહરૂપ થતો નથી, તેને તું નિશ્ચયથી પરમાત્મા જાણ. પરમાત્મભાવનાના પ્રતિપક્ષભૂત એવા રાગદ્વેષમોહદિ ભાવો વડે સંચય કરેલાં કર્મોથી આ આત્મા અશુદ્ધનયની અપેક્ષાએ બંધાયેલો છે તથા દેહમાં પણ સ્થિત છે. તોપણ નિશ્ચયથી દેહરૂપ થતો નથી તેને તું પરમાત્મા જાણ. ૩૬ અજ્ઞાનીઓને આત્મા દેહરૂપે ભાસે છે जो परमत्थें णिक्कलु वि कम्म-विभिण्णउ जो जि। मूढा सयलु भणंति फुडु मुणि परमप्पउ सो जि।।३७।। यः परमार्थेन निष्कलोऽपि कर्मविभिन्नो य एव। मूढाः सकलं भणन्ति स्फुटं मन्यस्व परमात्मानं तमेव।। ३७।। પરમાર્થે અશરીર્ર છે, જે વળી કર્મવિભિન્ન; કહે મૂઢ તનરૂપ એ, ફુટ પરમાતમ ચીન. ૩૭ જે આત્મા પરમાર્થ-નિશ્ચયનયથી શરીર રહિત છે, જ્ઞાનાવરણાદિ કર્મોથી ભિન્ન છે છતાં અજ્ઞાનીઓ તેને પ્રગટપણે શરીરરૂપ માને છે, તેને હે પ્રભાકર , તું આત્મા જાણ, માન, ઓળખાણ કરી લે. ભેદાભેદ રત્નત્રયની ભાવના વિનાના અજ્ઞાનીઓ આત્માને શરીરરૂપ માને છે, પણ પરમાર્થથી તે આત્મા દેહ તથા કર્મથી જુદો છે. ૩૭ કેવલજ્ઞાનમાં સમસ્ત વિશ્વ ભાસે છે गयणि अणंति वि एक्क उडु जेहउ भुयणु विहाइ। मुक्कहँ जसु पए बिंबियउ सो परमप्पु अणाइ।।३८ ।। गगने अनन्तेऽपि एकमुड़ यथा भवनं विभाति। मुक्तस्य यस्य पदे बिम्बितं स परमात्मा अनादिः।। ३८।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯ જેના કેવલજ્ઞાનમાં, ભાસે ત્રિભુવન વ્યક્ત; અમિત નભે નક્ષત્રશું; અનાદિ તે ભગવંત. ૩૮ જેમ અનંત આકાશમાં એક નક્ષત્ર, તેમ ત્રણે લોક જેના કેવલજ્ઞાનમાં પ્રતિબિંબિત રહેલા, દર્પણમાં મુખની પેઠે ભાસે છે, તે અનાદિ પરમાત્મા છે. જેના કેવલજ્ઞાનમાં એ તારાની સમાન સમસ્ત લોકા-લોક ભાસે છે તે પરમાત્મા રાગાદિ સર્વ વિકલ્પ રહિત એવા યોગીઓને ઉપાદેય છે. ૩૮ પરમાત્મા ધ્યાન કરવા યોગ્ય છે जोइय-विंदहिं णाणमउ जो झाइज्जइ झेउ। मोक्खहँ कारणि अणवरउ सो परमप्पउ देउ।।३९ ।। योगिवृन्दैः ज्ञानमयः यो ध्यायते ध्येयः। मोक्षस्य कारणे अनवरतं स परमात्मा देवः ।। ३९ ।। યોગીવૃન્દ ધ્યાવે સતત, જ્ઞાનમયી એ ધ્યેય; મોક્ષ-હેતુ ધ્યાવો સદા; તે પરમાતમ દેવ. ૩૯ મુનીશ્વરો વડે મોક્ષના કારણે જે જ્ઞાનમય પરમાત્માનું ધ્યેયરૂપે નિરંતર ધ્યાન કરાય છે–અર્થાત્ મુનિ મહાત્માઓ જેનું સતત ધ્યાન કરે છે તે પરમાત્મા છે. આર્ત-રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને મુમુક્ષુઓ વડે પરમારાધ્ય પરમાત્મા જ ઉપાદેય છે કારણ કે તે પરમાત્માનું ધ્યાન મોક્ષનું બળવાન કારણ છે. ૩૯ કર્માધીન આત્મા અનેક અવસ્થાઓ ધારણ કરે છે जो जिउ हेउ लहेवि विहि जगु बहु-विहउ जणेइ। लिंग-त्तय-परिमंडियउ सो परमप्पु हवेइ।।४०।। यो जीवः हेतुं लब्ध्वा विधि जगत् बहुविधं जनयति। लिङ्गत्रयपरिमण्डितः स परमात्मा भवति।। ४०।। કર્મ કારણે ભવ ભમે, ૨ચે જગત બહુવિધ; ત્રિવિધ લિંગ યુત, નિશ્ચયે તે પરમાતમ સિદ્ધ. ૪૦ જે આત્મા જ્ઞાનાવરણાદિ કર્મરૂપ કારણને પામીને અનેક પ્રકારના જગત (ત્ર સ્થાવર આદિ પર્યાયો) ને ઉત્પન્ન કરે છે. એટલે કર્મ નિમિત્તે ત્રસાદિ અનેક અવસ્થાઓ ધારણ કરે છે તથા સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસક લિંગ એમ ત્રણ લિંગોને પણ પામે છે તે જ નિશ્ચયથી પરમાત્મા છે. અશુદ્ધરૂપે પરિણમેલો આત્મા જગતમાં ભટકયા કરે છે માટે જગતનો કર્તા કહેવાય છે અને જ્યારે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩) શુદ્ધરૂપે પરિણમે છે ત્યારે વિભાવનો ક્ષય કરતો હોવાથી હર્તા બને છે. આ જીવ જ જ્ઞાન-અજ્ઞાન દશાથી કર્તા-હુર્તા બને છે. હરિહરાદિ કોઈ કર્તા-હર્તા નથી. પૂર્વે જે આત્મા કહેવામાં આવ્યો છે તે જ શુદ્ધદ્રવ્યાર્થિક નયથી શુદ્ધ છે તોપણ અનાદિ પરંપરાથી આવેલા જ્ઞાનાવરણાદિ કર્મબંધથી આચ્છાદિત હોવાને લીધે, વીતરાગ નિર્વિકલ્પ સહજ આનંદ એક રૂપ સુખના સ્વાદને ન પામતો હોવાથી વ્યવહારનયથી તે ત્રસ થાય છે, સ્થાવર થાય છે તથા કર્મના કારણે સ્ત્રી, પુરુષ તથા નપુંસક લિંગને પણ ધારણ કરે છે. તે કારણથી આત્મા જ જગતનો કર્તા કહેવાય છે. કોઈ પણ અન્ય કલ્પિત પરમાત્મા જગતનો કર્તા નથી. જ્યારે આ આત્મા નિર્વિકલ્પ સમાધિ વડે રાગાદિ વિકલ્પ જાળનો ક્ષય કરે છે તે સમયે ઉપાયભૂત મોક્ષસુખનો સાધક હોવાથી આત્મા ઉપાદેય બને છે. ૪૦ પરમાત્માના કેવલજ્ઞાનરૂપ પ્રકાશમાં જગત વસે છે અને જગતમાં તે રહે છે તો પણ તે જગતરૂપ નથી એમ પ્રતિપાદન કરે છે जसु अब्भंतरि जगु वसइ जग अभंतरि जो जि। जगि जि वसंतु वि जगु जि ण वि मुणि परमप्पउ सो जि।।४।। यस्य अभ्यन्तरे जगत् वनति, जगदभ्यन्तरे य एव। जगति एव वसन्नपि जगत् एव नापि मन्यस्व परमात्मानं तमेव।। ४१।। જેના જ્ઞાને જગ વસે, વસે જગતમાં જેહુ; જગે વસે પણ જગ નહિં, ગણ પરમાતમ એહ. ૪૧ જે પરમાત્માના કેવલજ્ઞાનમાં જ્ઞયભૂત સમસ્ત જગત વસે છે- છે એટલે પ્રત્યક્ષ ભાસે છે અને તે જગતમાં તે ભગવાન વસે છે, -દ્રવ્યરૂપ વિશ્વમાં વસવા છતાં, જેમ આંખ રૂપમાં તન્મય થતી નથી તેમ ભગવાન અન્ય દ્રવ્યરૂપે થતા નથી–એવા સ્વરૂપવાળા આત્માને પરમાત્મા જાણ. હે પ્રભાકર ભટ્ટ, વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈને ઉપરોક્ત પરમાત્માની ભાવના કર. કેવલજ્ઞાનાદિ વ્યક્તિ (પ્રગટતા) રૂપ કાર્યસમયસાર છે, તેનું કારણ વીતરાગ સ્વસંવેદન જ્ઞાનરૂપ પોતાના ભાવ જ ઉપાદેય છે, અર્થાત્ નિજભાવ જ મોક્ષનું કારણ છે. ૪૧. સંસારવાસી આત્માઓ પરમાત્માને જાણતા નથી देहि वसंतु वि हरि-हर वि जं अज्ज वि ण मुणंति। परम-समाहि -तवेण विणु सो परमप्पु भणंति।।४२।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧ देहे वसन्तमपि हरिहरा अपि यं अद्यापि न जानन्ति। परमसमाधितपसा विना तं परमात्मानं भणन्ति।। ४२ ।। હરિહર પણ અદ્યાપિ ના, પ્રીછે વસે તન તોય. વર સમાધિ તપ પ્રાપ્તિ વિણ, પરમાતમ ગણ સોય. ૪૨ શરીરમાં વસવા છતાં જે પરમાત્માને પરમ સમાધિ, તપ વિના હરિહરાદિક પણ આજ સુધી જાણતા નથી, તેને મહાપુરુષો પરમાત્મા કહે છે. આત્મા વ્યવહારનયથી શરીરમાં રહે છે પણ નિર્વિકલ્પ સમાધિના અભાવમાં જીવો તેને જાણી શકતા નથી. હરિહરાદિ જેવો મહાપુરુષો પણ શુદ્ધોપયોગ રૂપ વીતરાગ પરિણતિ વિના તે પરમાત્મસ્વરૂપ જાણી શક્તા નથી, તે પરમાત્મા છે એમ જાણ. પૂર્વભવમાં કોઈ એક જીવ ભેદ-અભેદ રત્નત્રયની આરાધના કરીને તથા વિશેષ પ્રકારનો પુણ્યબંધ કરીને પશ્ચાત્ અજ્ઞાનભાવથી નિદાનબંધ કરે છે. પછી દેહત્યાગ કરી સ્વર્ગમાં દેવપણે ઊપજે છે. ત્યાંથી આવી મનુષ્ય થઈ ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ થાય છે. તે વાસુદેવને જ હરિ કહેવામાં આવે છે. કોઈ જીવ જિનદીક્ષા ગ્રહણ કરી ઉત્તમ સમાધિના બળે કરી પુણ્યબંધ કરીને પાછળથી પૂર્વકૃત ચારિત્રમોહનીયના ઉદયથી વિષયોમાં આસક્ત થઈને રુદ્ર થાય છે, તે હર કહેવાય છે. એવા પુરુષો પણ પરમાત્માને કેમ જાણતા નથી એમ કોઈ પ્રશ્ન કરે છે. તો તેને કહે છે કે તમારું કથન યોગ્ય છે. જોકે તેઓએ રત્નત્રયની આરાધના કરેલી છે તોપણ જેવા વીતરાગ નિર્વિકલ્પ રત્નત્રયસ્વરૂપથી તે જ ભવે મોક્ષ થાય છે તેવા રત્નત્રયને તેઓ જાણતા નથી. વીતરાગ રત્નત્રય જ તદ્દભવ મોક્ષનું કારણ છે; એમ વીતરાગ યોગીઓ જાણે છે, બીજાઓ તેમ જાણતા નથી. સારાંશ આ છે કે તે સાક્ષાત્ ઉપાદેય શુદ્ધ સહજાત્મસ્વરૂપને તદ્ભવ મોક્ષગામી સાધક-મહામુનિઓ જ સાધી શકે છે પણ હરિહરાદિક જેવા પણ જાણી શકતા નથી. એવો જે પરમાત્મા છે તે જ સર્વથા ઉપાદેય છે. ૪૨ આત્મા ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય સંયુક્ત છે. भावाभावहिं संजुवउ भावाभावहिं जो जि। देहे जि दिट्ठउ जिणवरहिं मुणि परमप्पउ सो जि।।४३।। भावाभावाभ्यां संयुक्तः भावाभावाभ्यां य एव। देहे एव दुष्ट: जिनवरैः मन्यस्व परमात्मानं तमेव।। ४३।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩ર ઉત્પત્તિ-વ્યય યુક્ત પણ, ઉત્પત્તિ-વ્યય હીન; દેહે દીઠો જિનવરે, તે પરમાતમ ચીન. ૪૩ વ્યવહારનયથી જોકે ઉત્પાદ-વ્યય સહિત છે તોપણ દ્રવ્યાર્થિકનયથી જે ઉત્પાદ-વ્યયથી રહિત છે, તથા જિનવરોએ જેને દેહમાં જોયો છે તેને તું પરમાત્મા જાણ. જે આત્મા પર્યાયાર્થિક નયથી ઉત્પાદ-વ્યય (ઉત્પત્તિ તથા નાશ) થી પરિણમેલો છે પરંતુ દ્રવ્યાર્થિકનયથી તે બન્નેથી રહિત છે અને વીતરાગ નિર્વિકલ્પ સમાધિ વડે શ્રી જિનવરોએ જેને શરીરમાં જોયો છે તેને તું પરમાત્મા જાણ, તથા વીતરાગ પરમ સમાધિના બળથી તેનો અનુભવ કર. કૃષ્ણ, નીલ, કાપોતરૂપ વિભાવ પરિણામથી રહિત એવા શુદ્ધાત્માની પ્રાસિરૂપ ધ્યાન દ્વારા શ્રી જિનોએ જે પરમાત્માને શરીરમાં જોયો છે તે જ સર્વ પ્રકારે ઉપાદેયભૂતછે. ૪૩ આત્માને લીધે ઈન્દ્રિયો પોતાના વિષયમાં પ્રવર્તે છે देहि वसंतँ जेण पर इंद्रिय-गामु वसेइ। उव्वसु होइ गएण फुडु सो परमप्पु हवेइ।।४४।। देहे वसता येन परं इन्द्रियग्रामः वसति। उद्वसो भवति गतेन स्फुटं स परमात्मा भवति।। ४४।। દેહે જે વસતાં વસે, ઈન્દ્રિય -ગ્રામ સમસ્ત; જે જાતાં ઉજ્જડ બને, તે પરમાત્મ પ્રશસ્ત. ૪૪ દેહમાં જેના રહેવાથી ઈન્દ્રિયરૂપી ગામ વસે છે–એટલે ઈન્દ્રિયો પોતપોતાના વિષયોમાં પ્રવર્તે છે તથા દેહમાંથી જેના ચાલ્યા જવાથી ઈન્દ્રિયરૂપી ગ્રામ ઉજ્જડ થઈ જાય છે અર્થાત્ ઈન્દ્રિયો પોતપોતાના વિષયોમાં પ્રવર્તતી નથી, તે પરમાત્મા છે એમ તું જાણ. આત્માના અસ્તિત્વને લીધે ઈન્દ્રિયો સ્વ સ્વકાર્યમાં પ્રવૃત્તિ કરે છે. તેના અભાવમાં કોઈ ઈન્દ્રિય કંઈ પણ કાર્ય કરી શકતી નથી. તેથી નિશ્ચયનયથી પોતાનામાં રહેલો આત્મા જ પરમાત્મા છે. અતીન્દ્રિય સુખમાં લીન થયેલા મહાત્માઓને તે પરમાત્માનું ધ્યાન મુક્તિનું કારણ થાય છે અને તે ધ્યાન અતીન્દ્રિય સુખનું સાધક હોવાથી સર્વ પ્રકારે પ્રાણિમાત્રને ઉપાદેય છે. ૪૪ આત્મા વિષયોને જાણે છે પણ વિષયો તેને જાણતા નથી जो णिय-करणहिं पंचहिं वि पंच वि विसय मुणेइ। मुणिउ ण पंचहिं पंचहिं वि सो परमप्पु हवेइ।। ४५।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩ यः निजकरणैः पंचभिरपि पञ्चापि विषयान् जानाति। ज्ञातः न पञ्चभिः पञ्चभिरपि स परमात्मा भवति।। ४५ ।। જે નિજ પંચેન્દ્રિય થકી, પંચ વિષયનો જાણ; પણ ઈન્દ્રિયથી જ્ઞાત ના, તે પરમાત્મ પિછાણ. ૪૫ જે આત્મા પોતાની પાંચે ઈન્દ્રિયો વડે રૂપાદિ પાંચે ઈન્દ્રિયના વિષયોને ગ્રહણ કરે છે –એટલે વિષયોને જાણે છે, પણ પોતે જે પાંચ ઈન્દ્રિય તથા તેના વિષય-રૂપ, રસ, ગંધ, આદિ વડે જણાતો નથી, તે પરમાત્મા છે. આ આત્મા શુદ્ધ નિશ્ચયનયથી અતીન્દ્રિય જ્ઞાનમય હોવા છતાં પણ અનાદિ કાલના બંધને લીધે અસદભૂત વ્યવહારનયથી ઈન્દ્રિયમય શરીરને ગ્રહણ કરીને પોતે પદાર્થોને ગ્રહણ કરવામાં અસમર્થ થયો હોવાથી પાંચ ઈન્દ્રિયોથી ઈન્દ્રિય સંબંધી વિષયોને જાણે છે-ઈન્દ્રિય જ્ઞાનરૂપ પરિણમે છે, પણ તે આત્મા પાંચ ઈન્દ્રિયો તથા તેના વિષયોથી જણાતો નથી તે પરમાત્મા છે. પરમાત્મા વીતરાગ નિર્વિકલ્પ સમાધિનો વિષય છે, પણ ઈન્દ્રિયોનો વિષય નથી.૪૫ આત્માને પરમાર્થથી બંધમોક્ષ પણ નથી जसु परमत्थें बंधु णवि जोइय वि संसारु। सो परमप्पउ जाणि तुहुँ मणि मल्लिवि ववहारु।। ४६ ।। यस्य परमार्थेन बन्धो नैव योगिन् नापि संसारः। तं परमात्मानं जानीहि त्वं मनसि मुक्त्वा व्यवहारम्।। ४६ ।। યોગિન, જેને નિશ્ચયે, નહીં બંધ સંસાર; તે પરમાત્મા જાણ તું, મનથી તજી વ્યવહાર. ૪૬ હે યોગી, નિશ્ચયનયથી જે આત્માને જ્ઞાનાવરણાદિરૂપ કર્મનો સંબંધ નથી તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ અને ભાવરૂપ સંસાર પણ નથી તે આત્માને તું સંસારનાં કાર્યોનો ત્યાગ કરીને વીતરાગ સમાધિમાં સ્થિત થઈને જાણ અર્થાત્ ચિંતન કર. ચિદાનંદ એક સ્વભાવવાળા શુદ્ધ પરમાત્માને આગમમાં કહેલો પાંચ પ્રકારનો સંસાર નથી તથા તેના કારણભૂત પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધ પણ નથી, કારણ કે બંધ આત્માના ગુણોને રોધનાર છે અને પરમાત્મા તો નિરાવરણ છે. જગતવ્યવહાર છોડીને ધ્યાનમાં એકાગ્ર થઈ તે શુદ્ધ પરમાત્માને જાણ. અહીં અનાકુળતા લક્ષણવાળા સર્વ પ્રકારે ઉપાદેયભૂત મોક્ષસુખના સાધક હોવાથી પરમાત્મા જ ઉપાદેય છે. ૪૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ પરમાત્મામાં અનંત જ્ઞાન છે णेयाभावे विल्लि जिम थक्कइ णाणु वलेवि। मुक्कहँ जसु पय बिंबियउ परम-सहाउ भणेवि।। ४७।। ज्ञेयाभावे वल्ली यथा तिष्टति ज्ञानं वलित्वा। मुक्तानां यस्य पदे बिम्बितं परमस्वभावं भणित्व।। ४७।। શેય અભાવે મુક્તનું; અમિત જ્ઞાન મિતરૂપ; એ પદમાં સર્વજ્ઞતા, પરમ સ્વભાવ સ્વરૂપ. ૪૭ જેમ મંડપના અભાવમાં લતા આગળ વધતી અટકી જાય છે, એટલે કે જ્યાં સુધી મંડપ હોય છે ત્યાં સુધી લતા તેના પર ચઢયા કરે છે, આગળ નહિ, તેમ મુક્ત જીવોનું જ્ઞાન પણ જ્યાં સુધી શેય પદાર્થો છે ત્યાં સુધી ફેલાય છે એટલે જાણે છે અને શેયનું અવલંબન ન મળવાથી જાણવાની શક્તિ છતાં જ્ઞાન અટકે છે, કારણ કે આગળ પદાર્થ નથી તો જાણે શું? પરમાત્માનું જ્ઞાન સમસ્ત પદાર્થોને એક સમયમાં જાણે છે અર્થાત્ પરમાત્માના જ્ઞાનમાં સમસ્ત શેય પદાર્થો પ્રતિબિંબિત થઈ રહ્યા છે, કારણ કે પદાર્થ અને જ્ઞાનનો ય-જ્ઞાયક સંબંધ છે. ૪૭ આત્મા અનુત્પન્ન પદાર્થ છેकम्महिं जासु जणंतहिं वि णिउणिउ कज्जु सया वि। किं पि ण जणियउ हरिउ ण वि सो परमप्पउ भावि।। ४८।। कर्मभिः यस्य जनयद्भिरपि निजनिजकार्यं सदापि। किमपि न जनितो हृतः नैव तं परमात्मानं भावय।। ४८।। કર્મ સદા નિજ નિજ કરે-કાર્ય, છતાં ન જરાય;ઊપજે વિણસે જેહનું, ચિંતવ તે ચિદ્રાય. ૪૮ જ્ઞાનાવરણાદિ કર્મ સદા પોતપોતાનાં સુખદુઃખાદિ કાર્ય કરે છે તોપણ નિશ્ચયથી જે આત્મામાં તેમણે કંઈ પણ નવીનતા ઉત્પન્ન કરી નથી તેમ જ આત્માના અનંત જ્ઞાનાદિ સ્વરૂપનો નાશ પણ કર્યો નથી તથા બીજી સ્થિતિ પણ કરી નથી તે આત્માને તું પરમાત્મા જાણ તથા તેની ભાવના કર. વ્યવહારનયથી સંસાર અવસ્થામાં શુદ્ધસ્વરૂપને આવરણ કરનારા કર્મો પોતપોતાનાં કાર્યો કરે છે. જેમકે જ્ઞાનાવરણી કર્મ આત્માના જ્ઞાનગુણને આવરણ કરે છે, દર્શનાવરણ દર્શનગુણ આવરે છે, વેદનીય સાતા-અસાતા ઉત્પન્ન કરીને આત્માના અતીન્દ્રિય સુખને ઘાત છે, મોહનીય કર્મ સમ્યકત્વ તથા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રૂપ ચારિત્રગુણને વિપરીત કરે છે, આયુકર્મ આત્માને શરીરમાં રોકી રાખે છેએટલે અવિનાશી સ્વભાવને પ્રગટ થવા દેતું નથી. ગોત્રકર્મ જીવને ઊંચનીચ ગોત્રમાં નાખે છે, અને અંતરાય કર્મ અનંત વીર્યને પ્રગટ થવા દેતું નથી. આ પ્રમાણે કર્મ પોતપોતાનાં કાર્ય કર્યા કરે છે તો પણ શુદ્ધ નિશ્ચયનયથી કર્મ આત્માના મૂળ સ્વભાવને નાશ કરી શકતાં નથી, તેમ જ નાશ કર્યો પણ નથી તથા કંઈ પણ નવીનતા ઉત્પન્ન કરી નથી, આત્મા જેવો છે તેવો જ છે. રૌદ્ર આદિ અશુભ ધ્યાન છોડીને એક શુદ્ધ સહજાત્મસ્વરૂપ પરમાત્માનું ધ્યાન કર. તે જ સર્વ પ્રકારે ઉપાદેયભૂત છે. ૪૮ આત્મા કર્મરૂપ થતો નથી कम्म-णिबद्ध वि होइ णवि जो फुडु कम्मु कया वि। कम्मु वि जो ण कया वि फुडु सो परमप्पउ भावि।।४९ ।। कर्मनिबद्धोऽपि भवति नैव यः स्फुटं कर्म कदापि। कर्मापि यो न कदापि स्फुटं तं परमात्मानं भावय।। ४९ ।। કર્મબદ્ધ પણ જે કદી, કર્મરૂપ નહિ થાય; કર્મો પણ કદી તે નહીં, ચિંતવ તે ચિદ્રાય. ૪૯ જે ચિદાનંદ આત્મા જ્ઞાનાવરણાદિ કર્મોથી બદ્ધ છતાં કદી પણ નિશ્ચયનયથી કર્મરૂપ થતો નથી અને કર્મ પણ કોઈ પણ સમયે પરમાત્મરૂપ થતાં નથી તેને તું પરમાત્મા જાણ તથા ચિંતવ. આત્મા પોતાના શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિના અભાવથી ઉત્પન્ન થયેલ જ્ઞાનાવરણાદિ શુભ-અશુભ કર્મોથી વ્યવહારનયની અપેક્ષાએ બંધાયેલો છે તો પણ તે આત્મા શુદ્ધ નિશ્ચયનયથી કર્મરૂપ થતો નથી, અર્થાત્ કેવલજ્ઞાનાદિ અનંતગુણરૂપ પોતાના સ્વરૂપને તજીને કર્મરૂપ પરિણમતો નથી તેમ જ જ્ઞાનાવરણાદિ કર્મ પણ આત્મારૂપે પરિણમતાં નથી, અર્થાત્ કર્મ પોતાનું જડપણું તજી ચૈતન્યપણું પામતાં નથી અને ચૈતન્ય જડપણું પામતું નથી. બન્ને દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં રહે છે. અનાદિકાળની આ મર્યાદા છે. માટે કર્મોથી ભિન્ન જ્ઞાન-દર્શનમય પરમાત્મા જ ઉપાદેય છે. ૪૯ આત્મા દેહપ્રમાણ છેकि वि भणंति जिउ सव्वगउ जिउ जडु के वि भणंति। कि वि भणंति जिउ देह-समु सुण्णु वि के वि भणंति।।५०।। केऽपि भणन्ति जीवं सर्वगतं जीवं जडं केऽपि भणन्ति। केऽपि भणन्ति जीवं देहसमं शून्यमपि केऽपि भणन्ति।। ५० ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬ કોઈ કહે જીવ સર્વગત, વળી કહે જડ કોઈ; કોઈ દેસમ જીવ કહે, શૂન્ય કહે વળી કોઈ. ૫૦ કેટલાક દર્શનવાળા જીવને સર્વગત (સર્વવ્યાપક) કહે છે, કેટલાક જીવને જડ કહે છે, કોઈ જીવને શૂન્ય કહે છે અને કોઈ જીવને દેહપ્રમાણ કહે છે. નૈયાયિક, મીમાંસક તથા વેદાંત દર્શનવાળા આત્માને સર્વવ્યાપક માને છે, સાંખ્યદર્શનના અનુયાયીઓ આત્માને જડ માને છે; જૈનદર્શનીઓ દેહ પ્રમાણ માને છે અને બૌદ્ધો આત્માને શૂન્ય માને છે. આ પ્રમાણે આત્માના સંબંધમાં જુદી જુદી માન્યતાઓ છે, આત્મા કેવો છે? અને કેવો નથી એમ શિષ્ય ચાર પ્રશ્ન કરે છે. ૫૦ નય અપેક્ષાએ ચારે પ્રશ્નોનો ઉત્તર આપે છે अप्पा जोइय सव्व-गउ अप्पा जडु वि वियाणि। अप्पा-देह-पमाणु मुणि अप्पा सुण्णु वियाणि।। ५१।। आत्मा योगिन् सर्वगतः आत्मा जडोऽपि विजानीहि। आत्मानं देह-प्रमाणं मन्यस्व आत्मानं शून्यं विजानीहि।। ५१ ।। યોગિન્ ! આત્મા સર્વગત, આત્મા જડ પણ જાણ; આત્મા દેહ-પ્રમાણ ગણ, શૂન્ય વળી તે જાણ. ૫૧ હે યોગી, આત્મા સર્વગત છે, આત્મા જડ છે; આત્મા દેહ-પ્રમાણ પણ છે અને આત્મા શૂન્ય પણ છે એમ તું જાણ. હે પ્રભાકર ભટ્ટ, નય અપેક્ષાએ આત્મા સર્વગત છે, જડ પણ છે, દેહ-પ્રમાણ પણ છે તથા શૂન્ય પણ છે, એમાં કોઈ દોષ નથી. પ૧ હવે આત્માનું સર્વગતપણું જણાવે છે अप्पा कम्म-विवज्जियउ केवल-णाणे जेण। लोयालोउ वि मुणइ जिय सव्वगु वुच्चइ तेण।। ५२।। आत्मा कर्मविवर्जितः केवलज्ञानेन येन। लोकालोकमपि मनुते जीव सर्वगः उच्यते तेन।। ५२ ।। કર્મ વિવર્જિત આતમા, કેવલજ્ઞાન પ્રતાપે; જાણે લોકાલોક તો, કહ્યો સર્વગત આપ. પર કર્મરહિત શુદ્ધ આત્મા કેવલજ્ઞાન વડે લોકાલોકને જાણે છે. તેથી હે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જીવ, આ આત્મા સર્વગત કહેવાય છે. આ આત્મા વ્યવહારનયથી કેવલજ્ઞાન દ્વારા લોકાલોકને જાણે છે અને શરીરમાં રહેવા છતાં નિશ્ચયથી પોતાના આત્માને જાણે છે. તેથી જ્ઞાનની અપેક્ષાએ આત્મા સર્વગત કહેવાય છે પણ પ્રદેશોની અપેક્ષાએ સર્વગત નથી, અર્થાત્ આત્માના પ્રદેશો લોકમાં સર્વત્ર વ્યાપક નથી. આત્મા સ્વશરીર-પ્રમાણ છે. જેમ ચક્ષુ પદાર્થોને દેખે છે પણ તે પદાર્થોમાં તન્મય થતું નથી, તેમ જ જ્ઞાન પદાર્થોને જાણે છે પણ તન્મય ન થાય તથા જ્ઞાન આત્મ-પ્રદેશોને મૂકીને પદાર્થો પાસે જતું નથી. જ્ઞાન જ્ઞાનમાં રહે છે ને પદાર્થો પદાર્થોમાં રહે છે. જ્ઞાન તથા પદાર્થોમાં શેય-જ્ઞાયક સંબંધ છે તેથી જ્ઞાન સર્વ યોને જાણે છે, અત્રે કોઈ પ્રશ્ન કરે છે કે-જો વ્યવહારથી આત્મા લોકાલોકને જાણે છે, પણ નિશ્ચયથી નહિ, તો વ્યવહારથી સર્વજ્ઞપણું કહેવાય નિશ્ચયથી તો નહિ? તેનું સમાધાનઃ- જેમ આત્મા પોતાને તન્મયપણે (સ્વાનુભવથી) જાણે છે તેમ પદ્રવ્યને તન્મયપણે જાણતો નથી તે કારણથી વ્યવહાર છે, પરંતુ જ્ઞાનનો અભાવ નથી. જ્ઞાન તો સ્વ તથા પરને સમાન રીતે જાણે છે. જો નિશ્ચયથી સ્વદ્રવ્યની સમાન તન્મય થઈ ને પરદ્રવ્યને જાણે તો બીજાનાં સુખદુઃખ, રાગદ્વેષ આદિ જાણવાથી જાણનાર આત્માને રાગ-દ્વેષ, સુખદુઃખ આદિ પ્રાપ્ત થાય. એ મોટો દોષ આવે છે, માટે જ્ઞાનાપેક્ષાએ આત્મા સર્વગત છે. પર આત્મા કઈ અપેક્ષાએ જડ કહેવાય છે? जे णिय-बोह-परिट्ठियहँ जीवहँ तुट्टइ णाणु। इंदिय जणियउ जोइया तिं जिउ जडु वि वियाणु।।५३ ।। येन निजबोधप्रतिष्ठितानां जीवानां त्रट्यति ज्ञानम। इन्द्रिय-जनितं योगिन् तेन जीवं जडमपि विजानीहि।। ५३।। નિજ શાને સ્થિત જ્ઞાનીને, વિણસે ઇન્દ્રિયજ્ઞાન; તેથી હે યોગિન, કહ્યો જીવને જડ પણ જાણ. ૫૩ આત્મજ્ઞાનમાં સ્થિર રહેલા જીવોનું ઇન્દ્રિયજ્ઞાન નષ્ટ થઈ જાય છે તે કારણથી હું યોગિ, જીવને જડ પણ જાણ. વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં રહેલા છદ્મસ્થ મુનિઓને સ્વસંવેદન જ્ઞાન હોવા છતાં ઇન્દ્રિયોના વિષયોનું જ્ઞાન હોતું નથી અને કેવલી ભગવાનને તો સર્વથા ઇન્દ્રિય-જ્ઞાન નથી. તેથી ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ હોવાની અપેક્ષાએ આત્મા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮ કોઈ પ્રકારે જડ પણ કહેવાય છે. પણ પુદ્ગલની પેઠે સર્વથા જડ નથી. ઇન્દ્રિયજ્ઞાન હોય છે અને અતીન્દ્રિયજ્ઞાન સર્વ પ્રકારે ઉપાદેય છે. પ૩ મુક્તાત્માઓ અંતિમ શરીર-પ્રમાણ છે कारण-विरहिउ सुद्ध-जिउ वड्डइ खिरइ ण जेण। चरम-सरीर-पमाणु जिउ जिणवर बोल्लहिं तेण।। ५४।। कारणविरहितः शुद्धजीवः वर्धते क्षरति न येन। चरमशरीरप्रमाणं जीवं जिनवराः ब्रुवन्ति तेन।।५४ ।। કારણ-વિરહિત શુદ્ધ જીવ, વધે ઘટે ન જરાય; અંતિમ દેહ-પ્રમાણ તે તેથી કહે જિનરાય. ૫૪ વધવા તથા ઓછા થવાના કારણથી રહિત એવો શુદ્ધ જીવ વધતો પણ નથી અને ઘટતોય નથી તે કારણથી શ્રી જિનવર ભગવાન જીવને ચરમ (અંતિમ) શરીર-પ્રમાણ કહે છે. સંસાર અવસ્થામાં શરીરની હૂનિ-વૃદ્ધિનું કારણ શરીર નામકર્મ છે. તેને લીધે જીવ નાના-મોટા શરીરને ધારણ કરે છે, તે અવસ્થામાં શરીર અનુસાર આત્મપ્રદેશોનો સંકોચ-વિસ્તાર થાય છે. મુક્ત અવસ્થામાં શરીર નામકર્મનો ક્ષય થઈ જવાથી ત્યાં આત્મપ્રદેશો સંકોચ-વિસ્તાર પામતા નથી, ત્યાં આત્મા પુરુષાકારે રહે છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-જ્યાં સુધી દીપકને આવરણ છે ત્યાં સુધી તે પૂર્ણ પ્રકાશતો નથી પણ આવરણ દૂર થવાથી તેનો પ્રકાશ સર્વત્ર ફેલાઈ જાય છે તેમ મુક્ત અવસ્થામાં આત્માને કોઈ પ્રકારનાં આવરણ ન હોવાથી તેના પ્રદેશો પણ લોકમાં સર્વત્ર વિસ્તાર પામવા જોઈએ. ચરમ શરીર પ્રમાણે આત્મા કેમ રહે? ગ્રંથકાર ઉત્તર આપે છે-દીપકનો પ્રકાશ કે વિસ્તાર સ્વાભાવિક છે, પરથી ઉત્પન્ન થતો નથી. પછીથી જ્યારે ભાજન આદિથી તે પ્રકાશને આવરણ કરવામાં આવે છે ત્યારે પ્રકાશ સંકોચાય છે પણ જ્યારે આવરણનો નાશ થાય છે ત્યારે તે વિસ્તારને પામે છે એટલે દીપકના આવરણનો અભાવ થવાથી પ્રકાશ સર્વત્ર ફેલાય છે. જીવ અનાદિકાલથી કર્મના આવરણમાં છે. કદી પણ સ્વાભાવિક પ્રકાશને પામ્યો નથી. શરીરાનુસાર આત્મપ્રદેશો સંકોચ-વિસ્તાર પામ્યા કરે છે, તેમાં શરીર નામકર્મ કારણ બને છે. મુક્તદશામાં આત્મપ્રદેશોનો સંકોચ-વિસ્તાર થતો નથી. જેમ જ્યાં સુધી માટીનું ભાજન પાણીથી ભીનું રહે છે ત્યાં સુધી પાણીના સંબંધથી વધ-ઘટ થાય છે, પણ જળનો અભાવ થવાથી ભાજનમાં ઘટ–વધ થતી નથી, જેવું છે તેવું રહે છે, તે જ રીતે જ્યાં સુધી આ જીવને નામકર્મનો સંબંધ છે ત્યાં સુધી સંસાર અવસ્થામાં શરીરની હાનિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯ વૃદ્ધિ થાય છે. તેની હાનિ-વૃદ્ધિથી આત્મપ્રદેશો સંકોચ-વિસ્તાર પામે છે. સિદ્ધ અવસ્થામાં નામકર્મ નથી. તેથી શરીરના અભાવમાં પ્રદેશોનો સંકોચ-વિસ્તાર થતો નથી, સદા એકસરખા રહે છે. જે શરીરથી આત્મા મુક્ત થયો છે તેથી કંઈક ન્યૂન તે શરીરના આકારે ત્યાં રહે છે. ૫૪ આત્મા શૂન્ય પણ છે अट्ठ वि कम्मइँ बहुविहहँ णवणव दोस वि जेण। सुद्धहँ एक्कु वि अत्थि णवि सुण्णु वि वुच्चइ तेण।।५५ ।। अष्टावपि कर्माणि बहविधानि नवनव दोषा अपि येन। शुद्धानां एकोऽपि अस्ति नैव शून्योऽपि उच्यते तेन।। ५५ ।। આઠ કર્મ બહુવિધ વળી, દોષ અઢાર ગણાય; ન એક પણ શુદ્ધાત્મને, તેથી શૂન્ય કહાય. ૫૫ અનેક ભદવાળાં કર્મો તથા અઢાર પ્રકારના દોષોમાંથી એક પણ દોષ શુદ્ધાત્મામાં નથી તેથી તે શૂન્ય પણ કહેવાય છે. શુદ્ધ નિશ્ચયનયથી આ આત્મામાં જ્ઞાનાવરણાદિ આઠ દ્રવ્યકર્મ નથી, સુધાદિ દોષોના કારણભૂત કર્મોનો નાશ થવાથી ક્ષુધાદિ અઢાર દોષો નથી. પરમાત્મામાં સત્તા, ચૈતન્ય જ્ઞાન, આનંદાદિ શુદ્ધ પ્રાણો છે પણ ઇન્દ્રિય આદિ અશુદ્ધ પ્રાણ નથી. સંસારી જીવોને શુદ્ધ નિશ્ચયનયથી શક્તિરૂપે શુદ્ધપણું છે, એટલે રાગાદિ ભાવોની શૂન્યતા છે તથા પરમાત્મા પ્રગટપણે સર્વ રાગાદિ ભાવોથી રહિત છે. માટે વિભાવ ભાવના અભાવની અપેક્ષાએ શૂન્યપણું છે. જ્ઞાનાદિ ગુણોથી તેઓ પૂર્ણ જ છે. બૌદ્ધમતની સમાન શૂન્ય નથી. પંચાસ્તિકાયમાં કહ્યું છે કે : जेसिं जीवसहावो, णत्थि अभावो य सव्वहा तत्थ। ते होति भिण्णदेहा, सिद्धा वचिगोयरमदीदा।। સિદ્ધાત્માઓનો જીવસ્વભાવ સ્થિર છે પણ સ્વભાવનો સર્વથા અભાવ નથી, તે સિદ્ધ પરમાત્મા દેહથી રહિત છે અને વચનથી અગોચર છે અર્થાત્ જેના સ્વભાવને વચન વ્યક્ત કરી શકતાં નથી. અત્રે મિથ્યાત્વ રાગાદિભાવથી રહિત તથા એક ચિદાનંદ સ્વભાવવાળો પરમાત્મા જ ઉપાદેય છે. ૫૫ દ્રવ્ય ગુણ પર્યાયની અપેક્ષાએ આત્માનું સ્વરૂપ કહે છે अप्पा जणियउ केण ण वि अप्पें जणिउ ण कोइ। दव्य-सहावें णिच्चु मुणि पज्जउ विणसइ होइ।।५६ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ४० आत्मा जनितः केन नापि आत्मना जनितं न किमपि । द्रव्यस्वभावेन नित्यं मन्यस्व पर्याय: विनश्यति भवति ।। ५६ ।। જીવ ન ઊપજ્યો કોઈથી, જીવે ઊપજ્યું ન કાંય; દ્રવ્ય સ્વભાવે નિત્ય ગણ, પર્યાયે પલટાય. ૫૬ કોઈથી આ આત્મા ઉત્પન્ન થયો નથી અને આત્મા વડે પણ કોઈ દ્રવ્ય ઉત્પન્ન કરાયું નથી. દ્રવ્ય સ્વભાવે કરીને નિત્ય છે અને પર્યાયભાવથી નાશ પામે છે. જોકે આ સંસારી જીવ શુદ્ધાત્મજ્ઞાનના અભાવમાં ઉપાર્જન કરેલાં જ્ઞાનાવરણાદિ શુભાશુભ કર્મના નિમિત્તે વ્યવહારનયથી નર નારકાદિ રૂપે ઉત્પન્ન થાય છે. તથા નાશ પામે છે તથા અજ્ઞાની આત્માઓ કર્મો ઉત્પન્ન પણ કરે છે. તોપણ શુદ્ધ નિશ્ચયનયથી શક્તિરૂપે સ્વયં શુદ્ધ છે. નર નારકાદિરૂપે ઉત્પન્ન થતો નથી તથા પોતે કર્મ નોકર્મને ઉત્પન્ન પણ કરતો નથી. દ્રવ્યાર્થિકનયથી આત્મા નિત્ય છે, પર્યાયાર્થિકનયની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. મુક્તાત્માઓમાં ઉત્પાદ-વ્યય કેવી રીતે ઘટે છે? તેનું સમાધાન-આગમમાં કહેલા એવા અગુરુલઘુગુણની હાનિ-વૃદ્ધિની અપેક્ષાએ મુક્તાત્માઓમાં ઉત્પાદ-વ્યય ઘટે છે. અગુરુલઘુગુણની પરિણતિરૂપ અર્થ પર્યાય છે, તે સમયે સમયે આવિર્ભાવતિરોભાવરૂપ થાય છે. અર્થ પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ-વ્યય છે પણ સંસારી જીવોની સમાન ત્યાં ઉત્પાદ-વ્યય નથી. પગુણી હાનિ–વૃદ્ધિનું સ્વરૂપ જ્ઞાનીગમ્ય છે અથવા સમસ્ત જ્ઞેય પદાર્થો ઉત્પાદ-વ્યય તથા ધ્રૌવ્યરૂપે પરિણમે છે. તે સર્વ પદાર્થો સિદ્ધ પરમાત્માના જ્ઞાનમાં દેખાય છે. શૈયાકારે જ્ઞાનની પરિણતિ હોય છે તેથી શેયમાં જ ઉત્પાદ-વ્યય થાય છે તે જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે. માટે જ્ઞાનની પરિણતિની અપેક્ષાએ ત્યાં ઉત્પાદ-વ્યય છે, એમ જાણવું. સિદ્ધ થયા ત્યારે સંસા૨૫ર્યાય નાશ પામ્યો, સિદ્ધપર્યાયની ઉત્પત્તિ થઈ તથા દ્રવ્ય ( જીવ ) સ્વભાવથી સદા ધ્રુવ છે. આવી રીતે પરમાત્માઓમાં ઉત્પાદ વ્યય ઘટે છે. ૫૬ દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ કહે છે तं परियाणहि दव्वु तुहुँ जं गुण-पज्जय जुत्तु । सह-भुव जाणहि ताहँ गुण कम-भुव पज्जउ वुत्तु ।। ५७ ।। तत् परिजानीहि द्रव्यं त्वं यत् गुणपर्यायसंयुक्तम् । સમુવ: નાનાદિ તેષામ્ મુળા: મમુવ: પર્યાયા: ૩વત્તા // છ।। ગુણ પર્યાય સહિત જે, ગણ તે દ્રવ્ય સદાય; નિત્ય રહે ગુણ દ્રવ્ય સહ, ક્રમે ફરે પર્યાય. ૫૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૪૧ જે ગુણ અને પર્યાય સહિત છે તેને તું દ્રવ્ય જાણ. જે સદાય દ્રવ્યની સાથે રહે છે તે ગુણ છે અને દ્રવ્યમાં ક્રમે ક્રમે થનારી અવસ્થાઓ પર્યાય છે, એમ કહ્યું છે. તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે—“ મુળપર્યયવત્ દ્રવ્યમ્” અર્થાત્ દ્રવ્ય ગુણ પર્યાયવાળું છે. ગુણ પર્યાય વિનાનું દ્રવ્ય ન હોય. “સમુવો મુળા: મમુવ: પર્યાયા:” દ્રવ્યની પ્રત્યેક અવસ્થામાં તેની સાથે રહેનાર ગુણ કહેવાય છે તથા દ્રવ્યમાં ક્રમેક્રમે થનારી અવસ્થાઓ પર્યાય છે. આ એક સામાન્ય લક્ષણ છે. “ અન્વયયિનો મુળા: વ્યતિરેળિ: પર્યાયા:” આનો અર્થ પણ ઉપરોક્ત છે. ગુણ દ્રવ્યના સહભાવી છે એટલે નિત્ય છે અને પર્યાય સમયે સમયે પલટાય છે. જે પરિણતિ પ્રથમ સમયમાં હોય છે તે બીજા સમયમાં હોતી નથી માટે પર્યાય ક્રમવર્તી કહેવાય છે. જીવમાં જ્ઞાનાદિ તથા પુદ્દગલમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આદિ ગુણ છે. તે સ્વભાવ તથા વિભાવના ભેદથી બે પ્રકારે છે. જીવના સિદ્ધત્વાદિ સ્વભાવપર્યાય છે અને કેવલજ્ઞાનાદિ સ્વભાવ ગુણ પર્યાય છે. આ પર્યાય જીવના અસાધારણ છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ અને અગુરુલઘુત્વાદિ સ્વભાવ ગુણ સર્વદ્રવ્યોમાં હોય છે. અગુરુલઘુગુણ નું પરિણમન પદ્ગુણી હાનિ-વૃદ્ધિરૂપ છે. આ સ્વભાવ પર્યાય બધા દ્રવ્યોમાં છે. સંસારી જીવોને મતિજ્ઞાનાદિ વિભાવ ગુણ અને નર નારકાદિ વિભાવ પર્યાય હોય છે. ૫૨માણુ પુદ્દગલ દ્રવ્ય છે. તે પરમાણુનું પરમાણુરૂપે રહેવું તથા વર્ણથી વર્ષાંતર થવારૂપ સ્વભાવ પર્યાય છે. તે પરમાણુમાં વર્ણાદિ સ્વભાવ ગુણ છે. એક પરમાણુમાં જ્યારે બેત્રણ બીજા પરમાણુઓ મળે છે ત્યારે તે સ્કંધરૂપે પરિણમે છે. તે સમયે તેને વિભાવ દ્રવ્યયંજન પર્યાય કહેવામાં આવે છે. તે એક પુદ્દગલ પરમાણુમાં વર્ણ ઇત્યાદિ સ્વભાવ ગુણ પર્યાય છે. અને સ્કંધોમાં જે વર્ણ ઇત્યાદિ છે તે વિભાવ ગુણ પર્યાય છે. ધર્મ, અધર્મ, આકાશ તથા કાલમાં સ્વભાવ ગુણ પર્યાય છે કારણ કે આ દ્રવ્યો વિભાવરૂપે પરિણમતાં નથી. આકાશને જ ઘટાકાશ મઠાકાશ કહેવામાં આવે છે તે ઉપચાર માત્ર છે. અત્રે તો શુદ્ધ ગુણ પર્યાય સહિત શુદ્ધ જીવ જ ઉપાદેય છે. ૫૭ જીવના વિશેષપણે ગુણપર્યાય કહે છે अप्पा बुज्झहि दव्वु तुहुँ गुण पुणु दंसणु णाणु । पज्जय चउ-गइ भाव तणु कम्म- विणिम्मिय जाणु ।। ५८ ।। आत्मानं बुध्यस्व द्रव्यं त्वं गुणौ पुनः दर्शनं ज्ञानम्। पर्यायान् चतुर्गतिभावान् तनुं कर्मविनिर्मितान् जानीहि ।। ५८ ।। આત્મા દ્રવ્ય, ગણો, ગુણો દર્શન જ્ઞાન સદાય; દેહ ચતુર્ગતિ ભાવ ગણ, કર્મજન્ય પર્યાય. ૫૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૪૨ હે શિષ્ય, તું આત્માને દ્રવ્ય જાણ અને જ્ઞાનદર્શનને તેના ગુણ જાણ. ચારગતિના ભાવ તથા શરીરને કર્મજનિત વિભાવ પર્યાય જાણ. શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધબુદ્ધ એક સ્વભાવવાળો આત્મા દ્રવ્ય છે. સવિકલ્પ જ્ઞાન અને નિર્વિકલ્પ દર્શન આત્માના ગુણ છે. વિશેષપણે જાણવું તે સવિકલ્પ અને સામાન્યપણે જાણવું તે દર્શન-નિર્વિકલ્પ કહેવાય છે, તે જ્ઞાન આઠ પ્રકારે છે. તેમાં કેવલજ્ઞાન સમ્પૂર્ણ અખંડ તથા શુદ્ધ છે. બાકીના સાત પ્રકારના જ્ઞાન ખંડિત તથા ક્ષયોપશમની અપેક્ષાએ અશુદ્ધ પણ છે. સાત જ્ઞાનમાંથી મતિ આદિ ચાર સભ્યજ્ઞાન છે તથા મિથ્યાત્વને લીધે કુમતિ આદિ ત્રણ જ્ઞાન મિથ્યાજ્ઞાન કહેવાય છે. ચાર દર્શનોમાં કેવલદર્શન શુદ્ધ સંપૂર્ણ તથા અખંડ છે. ચક્ષુ આદિ ત્રણ દર્શન અસંપૂર્ણ તથા અશુદ્ધ છે. ગુણ ત્રણ પ્રકારના હોય છે–સાધારણ, અસાધારણ તથા સાધારણઅસાધારણ. અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વાદિ ગુણ સાધારણ ગુણ કહેવાય છે. કારણ કે આ ગુણો પ્રત્યેક દ્રવ્યમાં હોય છે. જ્ઞાન, સુખ ઇત્યાદિ સ્વજાતિમાં સાધારણ-એટલે જીવદ્રવ્યની અપેક્ષાએ સાધારણ, પણ જીવ સિવાય અન્ય દ્રવ્યમાં ન હોવાથી અસાધારણ છે. જ્ઞાન સુખ આદિ ગુણો જીવનાં મુખ્ય લક્ષણ છે. અમૂર્તત્વ પુદ્દગલ દ્રવ્યમાં ન હોવાથી અસાધારણ છે અને આકાશાદિની અપેક્ષાએ સાધારણ છે. પ્રદેશત્વ કાલદ્રવ્ય તથા પુદ્દગલ પરમાણુ પ્રત્યે અસાધારણ છે અને બીજા પ્રત્યે સાધારણ છે. ૫૮ જીવ કર્મોનો અનાદિ સંબંધ છે એમ કહે છે– तेण । जीवहँ कम्मु अणाइ जिय जणियउ कम्मु ण कम् जीउ वि जणिउ णवि दो हिं वि आइ ण जेण ।। ५९ ।। जीवानां कर्माणि अनादीनि जीव जनितं कर्म न तेन । कर्मणा जीवोऽपि जनितः नैव द्वयोरपि आदिः न येन ।। ५९ ।। જીવને કર્મ અનાદિનાં તેથી ન જીવજનિત, કર્મજનિત નહિ જીવ પણ, બન્ને આદિ રહિત. ૫૯ હે આત્મા, જીવોને અનાદિકાલથી કર્મ છે-અર્થાત્ જીવ અને કર્મનો અનાદિકાલનો સંબંધ છે. જ્ઞાનાવરણાદિ કર્મ જીવથી ઉત્પન્ન થયેલાં નથી તથા કર્મ વડે જીવ પણ ઉત્પન્ન કરાયો નથી. કેમકે જીવ અને કર્મની આદિ નથી, બન્ને અનાદિનાં છે. વ્યવહારનયની અપેક્ષાએ જીવ અને કર્મનો બીજવૃક્ષની સમાન અનાદિકાલનો સંબંધ છે. અર્થાત્ બીજરૂપ કર્મોને લીધે જીવ દેહ ધારણ કરે છે અને દેહ ધારણ થતાં નવાં કર્મ ઉપાર્જન કરે છે, આ પ્રમાણે જન્મપરંપરા ચાલ્યા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩ કરે છે. જો શુદ્ધ નિશ્ચયનયથી વિચારવામાં આવે તો જીવ નિર્મલ જ્ઞાન, દર્શન સ્વભાવવાળો જ છે. વ્યવહારનયથી જીવ નર નારકાદિ પર્યાયો ધારણ કરે છે તથા કર્મબંધ પણ કરે છે. આત્મા સર્વથા મુક્ત છે એમ નથી. જો આત્મા પ્રથમ મુક્ત જ હોય તો બંધાય શી રીતે? અને જો એકાતે બંધાયેલો હોય તો મુકાય શી રીતે ? અબદ્ધ મુકાતો નથી-એટલે કે જે બંધનમાં નથી તેને મૂકવાનું શું રહ્યું? અપેક્ષાવાદથી સર્વ ઘટે છે પણ એકાંત માનતાં પરસ્પર વિરોધ આવે છે. ૫૯ વ્યવહારનયથી જીવ પુણ્યપાપરૂપ થાય છે एहु ववाहारें जीवडउ हेउ लहेविणु कम्मु। बहुविह-भावें परिणवइ तेण जि धम्मु अहम्मु।। ६०।। एष व्यवहारेण जीवः हेतुं लब्ध्वा कर्म। વવિધમાવેન પરિ|મતિ તેન વ ધર્મ: ૩ ધર્મ: ૬૦ના કર્મરૂપ કારણ લહી, વ્યવહારે જીવ જેમ, બહુવિધ ભાવે પરિણમે, ધર્મ અધર્મરૂપ તેમ. ૬૦ આ જીવ વ્યવહારનયથી કર્મરૂપ કારણને પામીને અનેક વિકારરૂપે પરિણમે છે તેથી તે ધર્મ (પુણ્ય ) અધર્મ (પાપ) રૂપે થાય છે. આ જીવ શુદ્ધ નિશ્ચયનયથી વીતરાગ ચિદાનંદ એક સ્વભાવવાળો છે. તોપણ વ્યવહારનયથી વર્તમાનમાં તે સ્વભાવની પ્રગટતા ન હોવાથી રાગાદિ વિભાવભાવે પરિણમીને શુભ-અશુભ ભાવો વડે પુણ્ય-પાપરૂપ થાય છે. જોકે વ્યવહારનયથી આત્મા પુણ્ય-પાપરૂપ થાય છે. તોપણ પરમાત્માની અનુભૂતિની સાથે રહેનાર જે વીતરાગ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર તથા ઇચ્છાનિરોધરૂપ તપાદિ ચાર નિશ્ચય આરાધનાઓ છે તેની ભાવનાના સમયે વીતરાગ પરમાનંદ એક રૂપ મોક્ષ સુખથી અભિન્ન એવો શુદ્ધ આત્મા જ ઉપાદેય છે, એમ ભાવાર્થ છે. ૬૦ કર્મ આઠ પ્રકારનાં છેते पुणु जीवहँ जोइया अट्ठ वि कम्म हवंति। जेहिं जि झंपिय जीव णवि अप्प-सहाउ लहंति।।६१।। तानि पुन: जीवानां योगिन् अष्टौ अपि कर्माणि भवन्ति। છે. જીવ ઋાહિતી: નીવા: નૈવ આત્મસ્વમાનં તમન્તા દુઃા/ યોગિનું, જીવને તે થતાં, અડવિધ કર્મ જમાવ; તેથી આચ્છાદિત જીવ, લહે ન આત્મસ્વભાવ. ૬૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४४ હે યોગી, સંસારી જીવોને આઠ પ્રકારનાં કર્મ હોય છે. જેનાથી આવરણ પામેલો આ જીવ સમ્યકત્વાદિ આઠ ગુણરૂપ સ્વભાવને પામતો નથી. સિદ્ધ પરમાત્માના આઠ ગુણ કહે છે सम्मत्तणाणदंसणवीरियसुहुमं तहेव अवगहणं। अगुरुलहुगं अव्वाबाहं अगुणा हुंति सिद्धाणं।। (૧) શુદ્ધ આત્માદિ પદાર્થોમાં વિપરીત શ્રદ્ધાન રહિત જે આત્મ પરિણતિ થાય છે તે ક્ષાયિક સમ્યક્ત્વ છે. (૨) ત્રણ લોક અને ત્રણ કાલના સમસ્ત પદાર્થોને એક જ સમયમાં વિશેષરૂપે જે જાણે છે તે કેવલજ્ઞાન છે. (૩) સમસ્ત પદાર્થોને કેવલદષ્ટિથી એક જ સમયમાં જે દેખે છે તે કેવલદર્શન છે. (૪) અનંત શેયોને જાણવાની શક્તિ તે અનંતવીર્ય છે. (૫) અતીન્દ્રિયજ્ઞાનના વિષયરૂપ સૂક્ષ્મત્વ છે. (૬) એક જીવની અવગાહના ક્યાં છે તે ક્ષેત્રમાં બીજા અનંત જીવ રહી શકે છે એવી અવકાશ આપવાની સામર્થ્યતાનું નામ અવગાહન ગુણ છે. (૭) સર્વથા ગુરુતા અને લઘુતાનો અભાવ-એટલે લઘુ પણ નહિ તથા ગુરુ પણ નહિ તે અગુરુલઘુ ગુણ છે. (૮) અને વેદનીય કર્મના ઉદયના અભાવમાં ઉત્પન્ન થયેલ સમસ્ત બાધારહિત જે નિરાબાધ ગુણ છે તે અવ્યાબાધ છે. સંસારમાં આત્માના આઠ ગુણ કર્મોથી ઢંકાયેલ છે. આત્માનો સમ્યગ્દર્શન ગુણ દર્શનમોહનીય કર્મથી આચ્છાદિત છે તેમ જ જ્ઞાનાવરણીથી કેવલજ્ઞાન, દર્શનાવરણીથી કેવલદર્શન, અંતરાયથી અનંતવીર્ય, આયુકર્મથી સૂક્ષ્મત્વ, નામકર્મથી અવગાહનત્વ, ગોત્રકર્મથી અગુસ્લઘુત્વ અને વેદનીયકર્મથી અવ્યાબાધ ગુણ આચ્છાદિત છે. આવરણ જવાથી સિદ્ધ અવસ્થામાં આ આઠ ગુણો પ્રગટ થાય છે. નિર્નામ, નિર્ગોત્ર, ઇત્યાદિ અનેક ગુણ શાસ્ત્રાનુસારે જાણવા યોગ્ય છે. સમ્યવાદિ નિજ ગુણસ્વરૂપ જે શુદ્ધ સહજ પરમાત્મા છે તે જ ઉપાદેય છે. બાકી સર્વ સાંસારિક ભાવો સર્વથા છાંડવા યોગ્ય છે. ૬૧ વિષય અને કષાયમાં આસક્ત થયેલા જીવો કર્મ બાંધે विसय-कसायहिं रंगियहँ जे अणुया लग्गंति। जीव-पएसहँ मोहियहँ ते जिण कम्म भणंति।।६२।। विषयकषायैः रञ्जितानां ये अणवः लगन्ति। जीवप्रदेशेषु मोहितानां तान् जिनाः कर्म भणन्ति।। ६२ ।। વિષય-કષાયે રત થતા, મોહી જીવને જેહ; અણુ વળગે સ્વપ્રદેશમાં, કર્મ કહે જિન તેહ. ૬૨ વિષય કષાયથી રાગી અને મોહી જીવોના આત્મપ્રદેશોમાં જે પરમાણુ વળગે છે તે પરમાણુના સમુદાયને શ્રી જિન કર્મ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫ શુદ્ધ આત્માની અનુભૂતિના અભાવમાં આ આત્મા વિષય તથા કષાયમાં પ્રવર્તે છે; તેથી રાગી દ્રષી અને મોહી થાય છે અને તે સમયે જે કર્મવર્ગણાયોગ્ય પુદ્ગલ સ્કંધો આવે છે તે જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપે પરિણમે છે. જેમ તેલથી ચિકાશવાળા શરીરમાં ધૂળ લાગીને મેલરૂપે પરિણમે છે, તેમ રાગી દ્રષી અને મોહી જીવોને વિષય-કષાયયુક્ત દશામાં પુદગલ વર્ગણાઓ કર્મરૂપે પરિણમે છે. જે આત્મા વિષય કષાયના સમયે કર્મોને ઉપાર્જન કરે છે તે જ જ્યારે વીતરાગ સમાધિના બળે કર્મનો ક્ષય કરે છે ત્યારે આરાધવા યોગ્ય થાય છે. દર ગતિ આદિ સર્વ કર્મજન્ય છેपंच वि इंदिय अण्णु मणु अण्णु वि सयल-विभाव। जीवहँ कम्महँ जणिय जिय अण्णु वि चउगइ-ताव।।६३।। पंचापि इन्द्रियाणि अन्यत् मनः अन्यदपि सकलविभावः। जीवानां कर्मणा जनिताः जीव अन्यदपि चतुर्गतितापाः।। ६३ ।। અન્ય પાંચ ઇન્દ્રિય, મન, અન્ય વિભાવ સમસ્ત; કર્મજન્ય ગણ અન્ય, જીવ, વળી સૌ ચૌગતિ કષ્ટ. ૬૩ પાંચેય ઇન્દ્રિયો આત્માથી ભિન્ન છે, મન પણ ભિન્ન છે, સકલ વિભાવ એટલે રાગદ્વેષાદિ પરિણામ પણ ભિન્ન છે તથા ચારે ગતિનાં દુઃખ પણ આ આત્માથી ભિન્ન છે. હું જીવ, ઉપરોક્ત સર્વ ભાવો જીવોને કર્મના ઉદયથી થાય છે. અતીન્દ્રિય શુદ્ધાત્માથી પાંચ ઇન્દ્રિયો જુદી છે, કારણ કે આત્મા અને ઇન્દ્રિયોમાં સ્વભાવભેદ છે. શુદ્ધાત્મા સર્વ પ્રકારના શુભાશુભ સંકલ્પ વિકલ્પથી રહિત છે અને મને સંકલ્પ વિકલ્પવાળું છે તથા શુદ્ધાત્માની અનુભૂતિથી ભિન્ન એવા રાગ-દ્વેષ મોહાદિરૂપ સર્વ વિભાવ પણ આ શુદ્ધાત્માથી ભિન્ન છે. વીતરાગ પરમાનંદ સુખરૂપ અમૃતથી પ્રતિકૂળ એવા જીવને જે ચાર ગતિનાં દુઃખ છે તે પણ આત્માથી જુદા છે. ઉપર કહેલા સર્વ ભાવો આ આત્માથી ભિન્ન છે. માટે એક શુદ્ધાત્મા જ ઉપાદેય છે. ૬૩ સાંસારિક સુખદુ:ખ કર્મજન્ય दुक्खु वि सुक्खु वि बहु-विहउ जीवहँ कम्म जणेइ। अप्पा देक्खइ मुणइ पर णिच्छउ एउँ भणेइ।।६४।। दुःखमपि सुखमपि बहविधं जीवानां कर्म जनयति आत्मा पश्यति मनुते परं निश्चयः एवं भणति।। ६४।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬ જીવને બહુવિધ દુઃખસુખ, ઉપજાવે જે કર્મ; જાણે દેખે માત્ર જીવ, એ નિશ્ચયનય મર્મ. ૬૪ કર્મ જીવોને અનેક પ્રકારનાં સુખદુ:ખ ઉત્પન્ન કરે છે અને ઉપયોગસ્વરૂપી આત્મા તેઓને માત્ર જાણે તથા જુએ છે, એમ નિશ્ચયનય કહે છે. અનાકુળતા લક્ષણવાળું પારમાર્થિક વીતરાગ એવું જે સુખ છે તેથી પ્રતિકૂળ સાંસારિક સુખદુ:ખ છે. તે જોકે અશુદ્ધ નિશ્ચયનયથી જીવજનિત કહેવાય છે તો પણ શુદ્ધ નિશ્ચયનયથી કર્મથી ઉત્પન્ન થયેલ છે. આત્મા તો વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં વસ્તુને વસ્તુસ્વરૂપે જાણે છે અને જુએ છે પણ તેમાં રાગાદિ ભાવ કરતો નથી. પારમાર્થિક સુખથી વિપરીત એવા સાંસારિક સુખદુઃખરૂપ વિકલ્પજાળ સર્વથા હેય છે એમ તાત્પર્યાર્થ છે. ૬૪ નિશ્ચયનયથી બંધ અને મોક્ષ પણ કર્યજનિત છેबंधु वि मोक्खु वि सयलु जिय जीवहँ कम्मु जणेइ। अप्पा किंपि वि कुणइ णवि णिच्छउ एउँ भणेइ।। ६५।। बन्धमपि मोक्षमपि सकलं जीव जीवानां कर्म जनयति। आत्मा किमपि करोति नैव निश्चयः एवं भणति।। ६५।। હે જીવ, જીવને બંધ કે, મોક્ષ કરે સૌ કર્મ; આત્મા કરે ન કાંઈ પણ, એ નિશ્ચયનયમ”. ૬૫ હે જીવ, સર્વ જીવોને બંધ અને મોક્ષ પણ કર્મથી ઉત્પન્ન થાય છે. આત્મા કંઈ પણ કરતો નથી એમ નિશ્ચયનય કહે છે. સંસાર અવસ્થામાં આ જીવ અનુપચરિત અસદભૂત વ્યવહારનયથી દ્રવ્યબંધને તથા અશુદ્ધ નિશ્ચયનયથી ભાવબંધને તેમ જ બે નયની અપેક્ષાએ દ્રવ્યમોક્ષ અને ભાવમોક્ષને કરે છે. તોપણ શુદ્ધ પારિણામિક પરમ ભાવને ગ્રહણ કરનાર એવા શુદ્ધ નિશ્ચયનયથી જીવ બંધ-મોક્ષને કરતો નથી. શુદ્ધ નિશ્ચયનય વિકલ્પાતીત છે તેથી તેના વિષયમાં બંધમોક્ષની કલ્પના નથી. જે શુદ્ધ નિશ્ચયનયથી બંધ-મોક્ષ કરતો નથી તે શુદ્ધ સહજાન્મસ્વરૂપ ઉપાદેય છે. ૬૫ પ્રક્ષેપક કહે છે सो णत्थि त्ति पएसो चउरासी-जोणि-लक्ख-मज्झम्मि। जिणवयणं ण लहंतो, जत्थ ण डुलुडुल्लिओ जीवो।।६५।१ स नास्ति इति प्रदेशः चतुरशीतियोनिलक्षमध्ये। जिनवचनं न लभमानः यत्र न भ्रमितः जीवः।। ६५ ।।१ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૭ એક પ્રદેશ ન એવો, લખ ચોરાસીમાંય; પામ્યા વિણ જિન વચનને, જીવ જ્યાં ડૂલ્યો ન હોય. ૬પ-૧ આ જગતમાં એવો એક પણ પ્રદેશ નથી કે જ્યાં-ચોરાસી લાખયોનિમાં, જિનવચનને નહિ પામવાથી, આ જીવે ભ્રમણ કર્યું ન હોય ? એટલે કે સમસ્ત લોકમાં આ જીવે પરિભ્રમણ કર્યું છે. અનંતકાળના પરિભ્રમણમાં જીવને જિનવચનની પ્રાપ્તિ થઈ નથી અને કદાચ થઈ હશે તો જીવને જેવી જોઈએ તેવી શ્રદ્ધા નહિ આવી હોય તેથી ચોરાસી લાખ યોનિમય લોકમાં નિરંતર પરિભ્રમણ થયું છે. મનુષ્યભવ પામીને આત્માએ જિનવચનની પ્રતીતિ કરવી યોગ્ય છે કે જેથી ભવ-ભ્રમણ ટળી જઈ અનંતસુખરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય. માટે એક જિનવચન જ ગ્રહણયોગ્ય છે. ૬૫-૧ કર્મ જ સર્વ કરે છે अप्पा पंगुह अणुहरइ अप्पु ण जाइ ण एइ। भुवणत्तयहँ वि मज्झि जिय विहि आणइ विहि णेइ।। ६६ ।। आत्मा पङ्गो: अनुहरति आत्मा न याति न आयाति। भुवनत्रयस्व अपि मध्ये जीव विधिः आनयति विधि नयति।। ६६ ।। હે જીવ, આત્મા પંગુસમ, સ્વયં ન આવે જાય; ત્રણે ભુવન મધ્યે વિધિ, લાવે ને લઈ જાય. ૬૬ હે જીવ, આ આત્મા પાંગળાની સમાન પોતે કયાંય જતો આવતો નથી; ત્રણે લોકમાં આ જીવને કર્મ જ લઈ જાય છે તથા કર્મ જ લઈ આવે છે. આત્મા શુદ્ધ નિશ્ચયનયથી અનંતવીર્યને ધારણ કરવાવાળો છે તથા શુભ-અશુભ કર્મબંધનથી રહિત છે. તોપણ વ્યવહારનયથી શુભાશુભભાવ કરીને અનેક પ્રકારનાં કર્મ ઉપાર્જન કરે છે તેથી આત્માને સંસારમાં રખડવું પડે છે. જેમ કેદી પોતે ક્યાંય જતો આવતો નથી પણ ચોકીદાર જ તેને લઈ જાય છે તથા લાવે છે, પોતે તો પાંગળાની સમાન છે. તેમ કર્મને કારણે આત્મા ચારે ગતિમાં ભમે છે. માટે શુભાશુભ ભાવોને ત્યાગીને આત્મામાં સ્થિરતા કરવી ઘટે છે. ૬૬ ભેદ-અભેદ રત્નત્રયને કહે છે अप्पा अप्पु जि परु जि परु अप्पा परु जि ण होइ। परु जि कयाइ वि अप्पु णवि णियमें पभणहिं जोइ।।६७।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४८ आत्मा आत्मा एव परः एव परः आत्मा परः एव न भवति। पर एव कदाचिदपि आत्मा नैव नियमेन प्रभणन्ति योगिनः।। ६७।। આત્મા આત્મ જ ૫૨ જ ૫૨, આત્મા ૫૨ ન જ થાય; પર કદી આત્મા ન જ બને, નિશ્ચય મુનિઓ ગાય. ૬૭ આત્મા આત્મા જ છે, અને પર પર જ છે, આત્મા પરદ્રવ્ય નથી અને પરદ્રવ્ય કોઈ સમયે આત્માપણે પરિણમતું નથી એમ નિશ્ચયથી યોગીઓ કહે છે. કેવલજ્ઞાનાદિ સ્વભાવવાળો શુદ્ધાત્મા શુદ્ધાત્મા જ છે અને કામ, ક્રોધ આદિ ભાવ જે પર તે પર જ છે. પૂર્વોક્ત પરમાત્મા પોતાનો સ્વભાવ ત્યાગી કામ-ક્રોધાદિરૂપે થતા નથી તથા કામ-ક્રોધાદિ જે પર છે તે કયારે પણ શુદ્ધાત્મા થતા નથી, એમ પરમ યોગીઓનું કથન છે. માટે કામ-ક્રોધાદિથી જુદો એવો શુદ્ધાત્મા જ ઉપાદેય છે. ૬૭ શુદ્ધનિશ્ચયનયથી આત્મા જન્મ-મરણ બંધ તથા મોક્ષને પણ કરતો નથી ण वि उप्पज्जइ ण वि मरइ, बंधु ण मोक्खु करेइ। जिउ परमत्थें जोइया जिणवरु एउँ भणेइ।।६८।। नापि उत्पद्यते नापि म्रियते बन्धं न मोक्षं करोति। जीवः परमार्थेन योगिन् जिनवरः एवं भणति।। ६८।। યોગિન, પરમાર્થે કદી, ઊપજે મરે ન જીવ; બંધ મોક્ષ પણ ના કરે, જિનવર કહે સદૈવ. ૬૮ હે યોગી, નિશ્ચયનયથી આ જીવ ઉત્પન્ન પણ થતો નથી, મરતો પણ નથી અને બંધ તથા મોક્ષને પણ કરતો નથી, એમ શ્રી જિન ભગવાન કહે છે. જોકે આત્મા શુદ્ધાત્માનુભૂતિના અભાવમાં શુભ-અશુભ ઉપયોગમાં પરિણમી જન્મ-મરણના કારણરૂપ એવાં શુભાશુભ કર્મ બાંધે છે અને શુદ્ધાત્માનુભૂતિ (શુદ્ધ સ્વાનુભવ) પ્રગટ થવાથી શુદ્ધોપયોગમાં પરિણમી આ જીવ મોક્ષનો પણ કર્તા થાય છે, તો પણ શુદ્ધ પારિણામિક પરમ ભાવને ગ્રહણ કરનાર શુદ્ધ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ આત્મા બંધ તથા મોક્ષનો કર્તા નથી. આ કથન સાંભળી શિષ્ય પ્રશ્ન કરે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી જીવ જો મોક્ષનો કર્તા નથી તો પછી શુદ્ધનયથી મોક્ષ પણ નથી અને તેથી મોક્ષ માટે કરેલો પુરુષાર્થ નિષ્ફલ સિદ્ધ થાય છે. તે શંકાનો પરિહાર કરે છે. મોક્ષ બંધપૂર્વક થાય છે એટલે મોક્ષને બંધની અપેક્ષા છે. તે બંધ શુદ્ધ નિશ્ચયનયના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૪૯ મતે નથી. તે કારણથી બંધનો પ્રતિપક્ષ એવો મોક્ષ પણ શુદ્ધનયથી નથી. જો શુદ્ઘનયથી બંધ માનીએ તો સદા બંધ જ રહેશે. એક દષ્ટાંત આપીને એ જ વાતને વિશેષપણે સિદ્ધ કરે છે. કોઈ એક પુરુષ સાંકળથી બંધાયેલો છે અને બીજો બંધાયેલો નથી. પ્રથમ જે પુરુષ બંધાયેલો હતો તે બંધનથી રહિત થયો એટલે મુક્ત કહેવાયો. બંધનમુક્ત કે જેને બંધન હતાં જ નહિ તેને જો તમે બંધનમુક્ત થયો એમ કહેવામાં આવે તો કોપ કરે અને કહે કે હું બંધાયેલો જ કયાં હતો કે મને મુક્ત થયો કહો છો? માટે બંધાયેલાનો મોક્ષ કહેવો યથાર્થ છે. પણ બંધાયેલો નથી તેને છૂટયો શી રીતે કહી શકાય? તે રીતે આ જીવ શુદ્ઘનયથી બંધાયેલો નથી તેથી મુક્ત કહેવું બરાબર નથી. બંધ પણ વ્યવહારનયથી છે અને મુક્તિ પણ તે જ નયથી છે. શુદ્ધનય મૂલ સ્વરૂપને કહેનાર હોવાથી તેના હિસાબે બંધ મોક્ષ નથી. પર્યાયાર્થિક નયની અપેક્ષાએ બંધ તથા મોક્ષ છે. તેથી બંધનો અભાવ કરી મોક્ષપ્રાપ્તિ કર્તવ્ય છે. ૬૮ આત્મા સર્વ પ્રકારના વિકારોથી રહિત છે अत्थि ण उब्भउ जर-मरणु रोय वि लिंग वि वण्ण। णियमिं अप्पु वियाणि तुहुँ जीवहँ एक्क वि सण्ण ।। ६९ ।। अस्ति न उद्भवः जरामरणं रोगाः अपि लिङ्गान्यपि वर्णाः। नियमेन आत्मान् विजानीहि त्वं जीवस्य एकापि संज्ञा ।। ६९ ।। જીવને જન્મ જરા મ૨ણ, રોગ વર્ણ નહિ કોય, આત્મન, સંજ્ઞા લિંગ નહિ, જાણ નિશ્ચયે સોય. ૬૯ હે જીવ, આત્માને જન્મ નથી, જરા, મરણ અને વ્યાધિ પણ નથી, લિંગ, વર્ણ તથા કોઈ પ્રકારની આકારાદિ સંજ્ઞા પણ નથી, અથવા નામાદિ સંજ્ઞા પણ નથીએમ તું જાણ. વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી વિપરીત એવા ક્રોધ, માન, માયા અને લોભ આદિ વિભાવભાવોથી જે કર્મ ઉપાર્જન કરાયેલાં હોય છે તેના ઉદયથી પ્રાપ્ત થયેલા વિકારો શુદ્ધ નિશ્ચયનયથી જીવના નથી, કારણ કે આત્મા કેવલજ્ઞાનાદિ અનંત ગુણોથી પૂર્ણ છે. માટે સર્વ પ્રકારના કર્મ વિલાસથી તે જુદો જ છે. શુદ્ધ સહજાત્મદ્રવ્યથી ભિન્ન સર્વ પદાર્થો તૈયરૂપ છે, એમ જાણો. ૬૯ શુદ્ઘનયથી ઉપરોક્ત વિચારો જીવના નથી તો કોના છે? તે કહે છે देहहँ उब्भउ जर-मरणु देहहँ वण्णु विचित्तु । देहहँ रोय वियाणि तुहुँ देहहँ लिंगु विचित्तु ।। ७० ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૫૦ देहस्य उद्भवः जरामरणं देहस्य वर्णः विचित्रः । देहस्य रोगान् विजानीहि त्वं देहस्य लिंगं विचित्रम्।।७० ।। જન્મ મ૨ણ ગણ દેહનાં, વિવિધ વર્ણ પણ દેહ; વ્યાધિ ગણ તું દેહને, વિવિધ લિંગ પણ દેહ. ૭૦ હે શિષ્ય, દેહને જન્મ જરા તથા મરણ છે, દેહને અનેક પ્રકારના શ્વેતાદિ વા બ્રાહ્મણાદિ વર્ણ છે, દેહને રોગ છે. અને દેહને અનેક પ્રકારનાં સ્ત્રીપુરુષાદિ વા યતિ આદિ લિંગ છે એમ તું જાણ. શુદ્ધાત્માની સભ્યશ્રદ્ધાન જ્ઞાન તથા આચરણરૂપ અભેદ રત્નત્રયની ભાવનાથી પ્રતિકૂળ એવા રાગદ્વેષ અને મોહ વડે કર્મનો સંચય કરાય છે. કર્મોદયથી જન્મ જરા મરણાદિ થયા કરે છે. તે ધર્મો વ્યવહારનયથી જીવના છે તોપણ નિશ્ચયથી દેહના જ છે એમ જાણવું જોઈએ. જ્યારે આ જીવ દેહની મમતારૂપ વિકલ્પજાળને તજીને સર્વ પ્રકારે ગ્રહણ કરવા યોગ્ય વીતરાગ સદા આનંદ એકરૂપે પરિણમે છે ત્યારે પોતાને શુદ્ધ આત્મા જ ઉપાદેય છે, એમ ભાવાર્થ છે. ૭૦ દેહનાં જન્મ-મરણાદિ જોઈને હું જીવ, તું ભય પામીશ નહિ देहहँ पेक्खिवि जर-मरणु मा भउ जीव करेहि । जो अजरामरु बंभु परु सो अप्पाणु मुणेहि ।। ७१ ।। देहस्य दृष्ट्वा जरामरणं मा भं जीव यः अजरामरः ब्रह्मा परः तं आत्मानं कार्षीः। मन्यस्व ।। ७१।। જરા મ૨ણ જીવ, દેહનાં દેખી ભય નહિ આણ; અજરામર ૫૨-બ્રહ્મ જે, તે નિજ આત્મા માન. ૭૧ હે જીવ, દેહનાં જરા મરણ જોઈ ને ભય પામીશ નહિ. જે અજર અમર ૫૨મ-બ્રહ્મ શુદ્ધ સ્વભાવ છે, તેને તું આત્મા જાણ. જો કે વ્યવહારનયથી જરા મરણ જીવનાં કહેવાય છે, તોપણ શુદ્ધ નિશ્ચયનયથી એ ધર્મો જીવના નથી પણ દેહના છે, એમ જાણી ભય રાખીશ નહિ. મનમાં એમ વિચાર કે અજરઅમર પરમ-બ્રહ્મરૂપ શુદ્ધ સહજાત્મસ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. એ શુદ્ધ સહજાત્મા જ સર્વમાં શ્રેષ્ઠ છે. ૭૧ આ શરીરની ગમે તે અવસ્થા થાય તોપણ તું તારા સ્વરૂપનો વિચાર કર छिज्जउ भिज्जउ जाउ खउ जोइय एहु सरीरु । अप्पा भावहि णिम्मलउ जिं पावहि भव-तीरु ।। ७२ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧ छिद्यतां भिद्यतां यातु क्षयं योगिन् इदं शरीरम्। आत्मानं भावय निर्मलं येन प्राप्नोषि भव-तीरम्।। ७२ ।। છિન્નભિન્ન તન છો થતું, ભલે થતું ક્ષીણ સાવ; ભાવો સહજાત્મા વિમલ, જેથી ભવ તરી જાવ. ૭૨ યોગી, આ શરીર છેદાય, ભેદાય અથવા નાશ પામી જાય તોપણ મનમાં નિર્મળ આત્મતત્ત્વની ભાવના કર, જેથી તું સંસારના કિનારાને પામીશ. હે આત્મા, દેહના કષ્ટ પ્રસંગે તું દેહભાવનો ત્યાગ કરીને, “શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ સ્ત્રીપુત્રાદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું.” એમ આત્મભાવના ભાવ પણ રાગદ્વેષની પરિણતિને અનુસરીશ નહિ. આ પ્રમાણે આત્મભાવનામાં પ્રવર્તવાથી ભવનો અંત અને અજરઅમર શાશ્વત નિજ સહજાન્મ પદરૂપ મોક્ષને શીધ્ર પામીશ. ૭ર કર્મજન્ય ભાવ આત્માથી ભિન્ન છે એમ જાણ कम्महँ केरा भावडा अण्णु अचेयणु दव्यु। जीव-सहावहँ भिण्णु जिय णियमिं बुज्झहि सव्वु।। ७३ ।। कर्मण सम्बंधिनः भावाः अन्यद् अचेतनं द्रव्यम्। जीवस्वभावात् भिन्नं जीव नियमेन बुध्यस्व सर्वम्।। ७३ ।। ભાવ કર્મસંબંધી તે, અન્ય અચેતન દ્રવ્ય; જીવ સ્વભાવથી ભિન્ન, જીવ, જાણ નિશ્ચયે સર્વ. ૭૩ હે જીવ, કર્મથી કરાયેલા રાગાદિભાવ અને બીજાં અચેતન દ્રવ્ય જેવાં કે શરીરાદિ એ સર્વ નિશ્ચયનયથી જીવ સ્વભાવથી જુદાં છે એમ જાણ. આત્મા રાગાદિ વિકારભાવ તથા અચેતન દ્રવ્યથી જુદો છે. તે આત્મા જ્ઞાનદર્શન સ્વભાવવાળો છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય તથા યોગની નિવૃત્તિરૂપ પરિણામના સમયે શુદ્ધાત્મા જ ઉપાદેય છે. ૭૩ શુદ્ધાત્માની ભાવના કર अप्पा मेल्लिवि णाणमउ अण्णु परायउ भाउ। सो छंडेविणु जीव तुहुँ भावहि अप्प-सहाउ।।७४।। आत्मानं मुक्त्वा ज्ञानमयं अन्यः परः भावः। तं त्यक्त्वा जीव त्वं भावय आत्मस्वभावम्।। ७४।। જ્ઞાનમયી આત્મા વિના, અન્ય સકલ પર ભાવ; તેહ તજી જીવ ભાવ તું, નિજ સહજાત્મ-સ્વભાવ. ૭૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર હે જીવ, એક જ્ઞાનમય આત્મા સિવાય, જે અન્ય પર ભાવ છે તેનો ત્યાગ કરીને નિજ શુદ્ધ સહજાત્મસ્વરૂપની ભાવના કર. કેવલજ્ઞાનાદિ અનંતગુણોનો અખંડ પિંડ એવો આ આત્મા છે, તે જ પોતાનો છે, તેથી મિથ્યાત્વ આદિ પર ભાવ તજીને એક કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયની પ્રગટતારૂપ કાર્ય-સમય-સારનો સાધક જે અભેદ રત્નત્રયરૂપ કારણ-સમયસાર છે, તેમાં પરિણમેલો શુદ્ધાત્મા જ ઉપાદેય છે. ૭૪ આત્મા સર્વ દોષોથી રહિત છે अट्ठहँ कम्महँ बाहिरउ सयलहँ दोसहँ चत्तु। दंसण-णाण-चरित्तमउ अप्पा भावि णिरुत्तु।।७५।। अष्टभ्यः कर्मभ्यः बाह्यं सकलैः दोषैः त्यक्तम्। दर्शनज्ञानचारित्रमयं आत्मानं भावय निश्चितम्।। ७५ ।। આઠ કર્મથી ભિન્ન જે, સકલ દોષ-વિરહિત; દર્શન જ્ઞાન ચરણમયી, નિજાત્મ ચિંતવ ચિત્ત. ૭૫ નિશ્ચયનયથી જ્ઞાનાવરણાદિ આઠ કર્મથી રહિત, મિથ્યાત્વ આદિ સર્વ જાતના વિકારોથી રહિત તથા શુદ્ધોપયોગથી અભિન્ન સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રસ્વરૂપ પોતાના આત્માને તું નિશ્ચયથી નિશ્ચિતપણે ભાવ, ચિંતવ. જોયેલા, સાંભળેલા અને અનુભવેલા ભોગોની અભિલાષારૂપ નિદાન બંધાદિ વિભાવભાવને તજીને તું નિજ શુદ્ધ સહુજાત્મસ્વરૂપનું ધ્યાન કર. ઉપાયભૂત મોક્ષસુખથી અભિન્ન તથા દ્રવ્યકર્મ, ભાવકર્મથી ભિન્ન એવો જે સહજ શુદ્ધાત્મા છે તે જ અભેદ રત્નત્રયમાં પરિણમેલા ભવ્ય જીવોને સર્વથા ઉપાદેય છે, એમ ભાવાર્થ છે. ૭૫ નિશ્ચય સમ્યગ્દષ્ટિનું લક્ષણ કહે છે अप्पिं अप्पु मुणंतु जिउ सम्मादिट्ठी हवेइ। सम्माइट्ठिउ जीवडउ लहु कम्मइँ मुच्चेइ।।७६।। आत्मना आत्मानं जानन् जीवः सम्यग्दृष्टिः भवति। सम्यग्दृष्टि: जीव: लघु कर्मणा मुच्यते।। ७६ ।। સ્વ-થી સ્વ-ને જીવ જાણતાં, સમ્યગ્દષ્ટિ થાય; સમ્યગ્દષ્ટિ જીવ તો, કર્મમુક્ત ઝટ થાય. ૭૬ આત્માને આત્મા વડ જાણતો આ જીવ સમ્યગ્દષ્ટિ થાય છે અને સમ્યગ્દષ્ટિ જીવ કર્મથી શીઘ્ર મુકાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૫૩ વીતરાગ સ્વસંવેદન જ્ઞાનમાં પરિણમેલો આ આત્મા પોતાના સ્વરૂપને અનુભવતો વીતરાગ સમ્યગ્દષ્ટિ થાય છે. સમ્યગ્દષ્ટિ થવાથી જ્ઞાનાવરણાદિ કર્મસમુદાય આત્માથી છૂટવા લાગે છે અને તે શીઘ્ર કર્મથી મુકાય છે. માટે વીતરાગ ચારિત્રને અનુકૂલ તથા શુદ્ધાત્માનુભૂતિરૂપ એવું જે વીતરાગ સમ્યગ્દર્શન છે તે જ ધ્યાનને યોગ્ય છે. શ્રીમાન કુંદકુંદાચાર્યે પણ ‘મોક્ષપાહુડ' ગ્રંથમાં વીતરાગ સમ્યક્ત્વનું આ પ્રમાણે લક્ષણ કહ્યું છે सद्दव्वरओ समणो सम्मादिट्ठी हवेइ णियमेण । सम्मत्तपरिणदो उण खयेइ दुट्ठट्ठकम्माइँ । । પોતાના આત્મદ્રવ્યમાં રક્ત થયેલો શ્રમણ નિયમથી સમ્યગ્દષ્ટિ થાય છે તથા તે સમ્યક્ત્વમાં પરિણમેલો આત્મા આઠ પ્રકારનાં દુષ્ટ કર્મોનો ક્ષય કરે છે. ૭૬ મિથ્યાદષ્ટિના લક્ષણ પ્રગટ કરે છે पज्जय-रत्तउ जीवडउ मिच्छादिट्ठि बंधइ बहु-विह-कम्मडा जें संसारु पर्याय रक्तो નીવ मिथ्यादृष्टिः बध्नाति बहुविधकर्माणि येन संसारं પર્યાયે જીવ રક્ત તે, મિથ્યાદષ્ટિ ગણાય; બાંધે બહુવિધ કર્મને, તેથી ભમે ભવમાંય. ૭૭ हवेइ । भमेइ ।। ७७ ।। ભવતિા भ्रमति ।। ७७ ।। નર-નારકાદિ પર્યાય( અવસ્થા )માં રક્ત થયેલો જીવ મિથ્યાદષ્ટિ થાય છે, અને અનેક પ્રકારના કર્મ બાંધે છે, જેથી ઘણા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. પ૨માત્માની અનુભૂતિ (અનુભવ) ની શ્રદ્ધાથી વિમુખ થઈ, આઠ મદ, છ અનાયતન તથા ત્રણ મૂઢતાઓમાં લીન થયેલો જીવ મિથ્યાદષ્ટિ છે. તે નર-નારકાદિ પર્યાયોમાં રક્ત રહે છે. એટલે તે પર્યાયોમાં મમત્વ કરી રાગદ્વેષ કર્યા કરે છે અને તેથી કર્મ બાંધી બાંધી સંસારમાં રઝળ્યા કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ અને ભાવના ભેદથી સંસાર પાંચ પ્રકારે છે. સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે કે जो पज्जसु णिरदा जीवा पर समइग त्तिणिद्दिट्ठा । आदसहावम्मि ठिदा ते सगसमया मुणेयव्वा ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪ જે જીવ પર્યાયમાં આસક્ત છે તે પરસમયી (અજ્ઞાની) છે તથા જે આત્મસ્વભાવમાં સ્થિત છે તેને સ્વ-સમયી જાણવો. મોક્ષ પ્રાભૂતમાં મિથ્યાષ્ટિનાં લક્ષણ આ પ્રમાણે કહ્યાં છે जे पुणु परदव्वरओ मिच्छादिट्ठी हवेइ सो साहू। मिच्छत्तपरिणदो उण बज्झदि दुट्ठट्ठकम्मेहिं।। જે પરદ્રવ્યમાં આસક્ત છે તે સાધુ મિથ્યાદષ્ટિ છે અને મિથ્યાત્વમાં પરિણમેલો તે જીવ દુષ્ટ એવાં આઠ કર્મને બાંધે છે. માટે વીતરાગ સમ્યગ્દર્શન ઉપાદેય છે અને મિથ્યાત્વ સર્વથા હેય છે. ૭૭. કર્મશક્તિને પ્રગટ કરે છે कम्मइँ दिढ-घण-चिक्कणइँ गरुवइँ वज्ज-समा। णाण-वियक्खणु जीवडउ उप्पहि पाडहिं ताइँ।। ७८।। कर्माणि दृढ-घनचिक्कणानि गुरुकानि वज्रसमानि। ज्ञानविचक्षणं जीवं उत्पथे पातयन्ति तानि।। ७८ ।। કર્મો દઢ ઘન ચીકણાં, ભારી વજા સમાન; જ્ઞાન-પ્રવીણ જીવનેય તે, પાડે વિપશે જાણ. ૭૮ બળવાન, ઘન, ચીકણાં તથા વજ સમાન ભાગે એવાં જ્ઞાનાવરણાદિ કર્મો જ્ઞાનવાન આ આત્માને ઉન્માર્ગમાં ( ખોટા માર્ગમાં) પાડે છે. ઢ એટલે બળવાન, ઘન એટલે સજ્જડ ગાઢ, ચીકણાં એટલે અત્યંત કઠિનતાથી દૂર થઈ શકે એવાં, ગુરુ-એટલે જે સહજમાં નાશ ન થઈ શકે એવાં મહાન અને વજ જેવાં એટલે વજ જેમ અભેદ્ય છે તેમ અભેદ્ય, એવા કર્મો જ્ઞાન ઉપર આવરણ કરીને કેવલજ્ઞાન સ્વભાવવાળા આ આત્માને સંસારરૂપ ઉન્માર્ગમાં પરિભ્રમણ કરાવે છે. માટે અભેદ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ ઉપાદેય છે. ૭૮ મિથ્યાત્વને લીધે જીવ તત્ત્વને વિપરીત માને છે जिउ मिच्छतें परिणमिउ विवरिउ तच्चु मुणेइ। कम्म-विणिम्मिय भावडा ते अप्पाणु भणेइ।। ७९।। जीवः मिथ्यात्वेन परिणतः विपरीतं तत्त्वं मनुते। कर्मविनिर्मितान् भावान् तान् आत्मानं भणंति।। ७९ ।। જીવ મિથ્યાત્વે પરિણમ્યો, માને વિપરીત તત્ત્વ; કર્મવિનિર્મિત ભાવને, ગણે નિજાતમ તત્ત્વ. ૭૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૫. મિથ્યાદર્શનમાં પરિણમેલો આ આત્મા જીવાદિ તત્ત્વોને અન્યથા માને છે–એટલે વિપરીત શ્રદ્ધા છે. તેથી જીવ કર્યજનિતભાવને તથા શરીર આદિ પરપદાર્થોને પોતાના કહે છે. તે મિથ્યાદષ્ટિને ભેદવિજ્ઞાન હોતું નથી તેથી તે કૃષ, શૂલાદિ દેહધર્મોને આત્માના ધર્મ માને છે. અને આવી વિપરીત માન્યતા સંસારપરિભ્રમણનું મુખ્ય કારણ છે. તે કર્મજ ભાવોથી રહિત એવો શુદ્ધાત્મા જ ઉપાદેય છે. ૭૯ મિથ્યાષ્ટિની માન્યતા हउँ गोरउ हउँ सामलउ हउँ जि विभिण्णउ वण्णु। हउँ तणु-अंगउँ थूलु हउँ एहउँ मूढउ मण्णु।।८०।। अहं गौर: अहं श्यामः अहमेव विभिन्नः वर्णः। अहं तन्वंगः स्थूलः अहं एतं मूढं मन्यस्व।। ८० ।। હું ગોરો હું શ્યામ કે હું જ વિવિધ રૂપવાન; હું સ્કૂલ કૃષ-શરીર હું, કહે મૂઢ તે માન. ૮૦ હું ગોરો છું, હું કાળો છું, હું જ અનેક વર્ણવાળો છું, હું પાતળો છું, હું જાડો છું, એમ મિથ્યાત્વમાં જીવ પોતાને માને છે, હું જીવ, તે મિથ્યાદષ્ટિ છે, એમ તું જાણ. જે જીવ, નિશ્ચયનયથી આત્માથી ભિન્ન, કર્મજન્ય તથા સર્વથા હેયભૂત એવા ગૌર શૂલાદિ ભાવોને; સર્વ પ્રકારે ગ્રહણ કરવા યોગ્ય વીતરાગ નિત્ય આનંદ એક સ્વભાવવાળા શુદ્ધ જીવમાં જોડ છે તે વિષય-કષાયને આધીન થવાથી પોતાના શુદ્ધ આત્માની અનુભૂતિથી પતિત થતો મૂઢાત્મા-એટલે મિથ્યાષ્ટિ થાય છે. ૮૦ हउँ वरु बंभणु वइसु हउँ हउँ खत्तिउ हउँ सेसु। पुरिसु णउंसउ इत्थि हउँ मण्णइ मूढु विसेसु।।८।। अहं वरः ब्राह्मणः वैश्यः अहं अहं क्षत्रियः अहं शेषः। पुरुषः नपुंसकः स्त्री अहं मन्यते मूढः विशेषम्।। ८१।। હું વર બ્રાહ્મણ, વૈશ્ય હું, હું ક્ષત્રિય, હું શેષ; પુરુષ નપુંસક નારી હું માને મૂઢ વિશેષ. ૮૧ મિથ્યાદષ્ટિ જીવ પોતાને આ પ્રમાણે વિશેષ માને છે કે હું ઉત્તમ બ્રાહ્મણ છું, હું વાણિયો છું, હું ક્ષત્રિય છું, હું શૂદ્ર છું, હું પુરુષ છું હું સ્ત્રી છું, અને નપુંસક છું, આવી રીતે શરીરના ધર્મોને અજ્ઞાની આત્મારૂપ માને છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પs એમ જે જીવ કર્યજનિત ભાવોને આત્મસ્વરૂપમાં આરોપે છે તે અજ્ઞાની મિથ્યાષ્ટિ છે. બ્રાહ્મણાદિ ધર્મ કર્મોદયથી પ્રાપ્ત થયેલા ધર્મો છે. અજ્ઞાનમાં પરિણમેલો તથા સ્વ શુદ્ધાત્મભાવનાથી રહિત જીવ મૂઢાત્મા મિથ્યાદષ્ટિ છે. ૮૧ तरुणउ बूढउ रुयडउ सूरउ पंडिउ दिव्यु। खवणउ वंदउ सेवडउ मूढउ मण्णइ सव्वु।। ८२।। તરુણ: વૃદ્ધ: રુપવાન શૂર: પંડિત: રિવ્ય: / क्षपणक: वन्दकः श्वेतपट: मूढः मन्यते सर्वम्।। ८२।। તરુણ વૃદ્ધ રૂપવાન હું શૂરો પંડિત શ્રેષ્ઠ શ્વેતાંબરી દિગંબરી, માને મૂઢ યથેષ્ટ. ૮૨ હું યુવાન છું, ઘરડો છું, રૂપવાન છું, શૂરવીર છું, પંડિત છું, સર્વમાં શ્રેષ્ઠ છું, દિગમ્બર છું, બૌદ્ધમતનો આચાર્ય છું, અને હું શ્વેતામ્બર છું એમ અજ્ઞાની શરીરના ધર્મોને આત્મારૂપ માને છે, અર્થાત્ પોતાના માને છે. અજ્ઞાની મિથ્યાદષ્ટિ જીવ કર્મજન્ય શરીરાદિ ભાવોને આત્માના ભાવ માને છે-એટલે શ્રદ્ધ છે તેથી અજ્ઞાની કહેવાય છે. ૮૨ जणणी जणणु वि कंत घरु पुत्तु वि मित्तु वि दव्यु। माया-जालु वि अप्पणउ मूढ उ मण्णइ सव्वु ।। ८३।। जननी जननः अपि कान्ता गृहं पुत्रोऽपि मित्रमपि द्रव्यम्। मायाजालमपि आत्मीयं मूढः मन्यते सर्वम्।। ८६ ।। જનની જનક રમા વળી, પુત્ર મિત્ર ગૃહ દ્રવ્ય; માયા-જાળ છતાં ગણે મૂઢ પોતાનું સર્વ. ૮૩ માતા, પિતા, સ્ત્રી, ઘર, પુત્ર, મિત્ર, સુવર્ણાદિ ધન ઇત્યાદિ સર્વ માયાજાળ એટલે અસત્ય કૃત્રિમ છે, આત્માના નથી. છતાં અજ્ઞાની એ સર્વને પોતાનાં માને છે. જે માતા-પિતા આદિ પરિવાર પરસ્વરૂપ છે, શુદ્ધાત્માથી ભિન્ન છે, શરીર સંબંધી છે, ત્યાગવા યોગ્ય એવાં સાંસારિક દુઃખોનાં કારણ હોવાથી ત્યાજ્ય છે, એવાં તે સર્વ અન્યને અજ્ઞાની જીવ સ્વ-સ્વરૂપરૂપ માને છે. મન વચન કાયામાં પરિણમેલો એવો અજ્ઞાની શુદ્ધ આત્મતત્ત્વની ભાવનાથી શૂન્ય છે. ૮૩ दुक्खहँ कारणि जे विसय ते सुह-हेउ रमेइ। मिच्छाइट्ठिउ जीवडउ इत्थु ण काइँ करेइ।। ८४ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૭ दुःखस्य कारणं ये विषयाः तान् सुखहेतून् रमते। मिथ्यादृष्टि: जीवः अत्र न किं करोति।। ८४ ।। દુઃખ કારણ વિષયો છતાં, રમે સુખદ ગણી ત્યાંહિ; મિથ્યાદષ્ટિ જીવ તો, શું શું કરે ન આંહિ? ૮૪ દુઃખનાં કારણરૂપ જે પાંચ ઇન્દ્રિયના વિષયો છે તેઓને સુખનું કારણ સમજીને તેમાં અજ્ઞાની જીવ રમણતા કરે છે. અજ્ઞાની જીવ આ સંસારમાં શું શું નથી કરતો ? અર્થાત્ બધી અસંભાવ્ય માન્યતાઓ પણ તે કરે છે અને અનેક પ્રકારનાં અકૃત્ય પણ કરે છે. ૮૪ સમ્યગ્દષ્ટિ જીવનું કથન કરે છે कालु लहेविण जोइया जिमु जिमु मोहु गलेइ। तिमु तिमु दंसणु लहइ जिउ णियमें अप्पु मुणेइ।। ८५।। कालं लब्ध्वा योगिन् यथा यथा मोहः गलति। तथा तथा दर्शनं लभते जीवः नियमेन आत्मानं मनुते।। ८५।। યોગિન, પાકે કાળ ત્યાં, મોહમંદ જ્યમ થાય; ત્યમ ત્યમ જીવ દર્શન લહે, નક્કી આત્મા ભળાય. ૮૫ હે યોગી, કાળ પામીને જેમ જેમ જીવનો મોહ નાશ પામે છે, તેમ તેમ તે જીવ સમ્યગ્દર્શનને પામે છે અને તેથી નિયમથી પોતાના સહજ આત્મસ્વરૂપને જાણે છે, ઓળખે છે, અનુભવે છે. આ જીવનો ઘણો કાળ એકેન્દ્રિય આદિ પર્યાયમાં વ્યતીત થાય છે. તેમાંથી બે ઇન્દ્રિયપણું પામવું દુર્લભ છે. એમ સંજ્ઞી પર્યાપ્ત પંચેન્દ્રિય સુધી આવવું કઠિન છે. મનુષ્યભવ પામ્યા પછી પણ સદ્દગુરુનો યોગ દુર્લભ છે, તે હોય તો તેનાં વચનની શ્રદ્ધા આવવી વિકટ છે. શુદ્ધાત્મ-રુચિ મિથ્યાત્વની મંદતા વગર થતી નથી. કોઈ પ્રકારે કાકતાલીય ન્યાયથી કાલલબ્ધિને પામીને આગમોક્તમાર્ગથી મિથ્યાત્વાદિ દૂર ખસવાથી જેમ જેમ મોહ ક્ષીણ થતો જાય છે તેમ તેમ નિજ શુદ્ધ સહુજાત્મા જ ઉપાદેય છે, એવી રુચિરૂપ સમ્યકત્વ થતું જાય છે. તેથી આત્મા આત્મા તથા અનાત્મામાં ભેદ સમજે છે. એમ શુદ્ધાત્માની રુચિથી જ જીવ નિશ્ચય સમ્યગ્દષ્ટિ થાય છે. ૮૫ ભેદ-વિજ્ઞાનની ભાવના अप्पा गोरउ किण्हु ण वि अप्पा रत्तु ण होइ। अप्पा सुहमु वि थूलु ण वि णाणिउ जाणे जोइ।। ८६ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૫૮ आत्मा गौरः कृष्णः नापि आत्मा रक्तः न भवति । आत्मा सूक्ष्मोऽपि स्थूलः नापि ज्ञानी ज्ञानेन पश्यति।।८६।। આત્મા નહિ ગોરો વળી, શ્યામ રક્ત પણ નો 'ય; સ્થૂલ સૂક્ષ્મ પણ તે નહીં જ્ઞાની જ્ઞાને જોય. ૮૬ આ આત્મા ગોરો નથી, કાળો નથી, આત્મા લાલ નથી, આત્મા સૂક્ષ્મ નથી, સ્થૂલ નથી, એમ સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાન વડે જાણે છે. કૃષ્ણ ગૌરાદિ ધર્મ વ્યવહારનયથી શરીરને કારણે આત્માના કહેવાય છે. તે કર્મજનિત ભાવો શુદ્ધાત્માથી જુદા છે, તેથી તે ત્યાજ્ય ભાવોને જ્ઞાની આત્માના માનતા એટલે શ્રદ્ધતા નથી. સ્વપર ભેદને લીધે બન્નેને ભિન્ન ભિન્ન માને છે. ૮૬ अप्पा बंभणु वइसु ण वि ण वि खत्तिउ ण वि सेसु । पुरिसु णउंसउ इत्थि ण वि णाणिउ मुणइ असेसु ।। ८७ ।। आत्मा ब्राह्मणः वैश्यः नापि नापि क्षत्रियः नापि शेषः । પુરુષ: નપુંસ: શ્રી નાવિ, જ્ઞાની મનુતે અશેષમ્।।૮૭।। આત્મા બ્રાહ્મણ વૈશ્ય ના, નહિ ક્ષત્રિય નહિ શેષ; પુરુષ નપુંસક સ્ત્રી નહિ, જાણે શાની અશેષ. ૮૭ આત્મા બ્રાહ્મણ નથી, વાણિયો નથી, ક્ષત્રિય નથી તથા શેષ શૂદ્ર પણ નથી; આત્મા પુરુષ નથી, સ્ત્રી નથી, નપુંસક નથી. જ્ઞાની તો સર્વ વસ્તુને જાણે છે. બ્રાહ્મણ આદિ વર્ણ તથા પુલિંગ આદિ લિંગ જીવના સંબંધમાં હોવાથી વ્યવહારનયની અપેક્ષાએ જીવના કહેવાય છે. શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ ઉપરોક્ત સર્વ ભાવો આત્માથી ભિન્ન છે તથા ત્યાગવાયોગ્ય છે. વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી રહિત એવો અજ્ઞાની કર્મજનિત પર્યાયોમાં આત્મબુદ્ધિ કરે છે, સમ્યગ્દષ્ટિ જીવને તો સ્વાત્મામાં જ આત્મબુદ્ધિ હોય છે. ૮૭ अप्पा वंदउ खवणु ण वि अप्पा गुरउ ण होइ । अप्पा लिंगिउ एक्कु ण वि णाणिउ जाणइ जोइ ।। ८८ ।। आत्मा वन्दकः क्षपकः नापि आत्मा गुरवः न भवति । आत्मा लिङ्गी एक: नापि ज्ञानी जानाति योगी ।। ८८ ।। આત્મા શ્વેતાંબર નહીં, વળી દિગંબર બૌદ્ધ; નહીં એક પણ લિંગી તે, જાણે યોગી પ્રબુદ્ધ. ૮૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૯ આત્મા વંદક, આત્મા બૌદ્ધ આચાર્ય નથી, દિગંબર નથી, શ્વેતાંબર નથી. આત્મા કોઈ પણ લિંગને ધારણ કરનાર નથી, અર્થાત્ એકદંડી, ત્રિદંડી, હંસ, પરમહંસ, જટાધારી સંન્યાસી આદિ અનેક જે લિંગ છે; તે લિંગોથી આત્મા પર છે, તે આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે અને યોગીઓ તેને જાણે છે. જો કે આત્મા વ્યવહારનયથી અનેક પ્રકારના વેશવાળા કહેવાય છે તોપણ શુદ્ધ નિશ્ચયનયથી કોઈ પણ વેશ જીવનો નથી. બધા લિંગો દેહાશ્રિત છે, જ્યારે દેહુ જ આત્માને નથી તો દેહથી સંબંધ રાખનાર વેશ તથા લિંગ તો આત્માના ક્યાંથી હોઈ શકે ? અને વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ ભાવલિંગ શુદ્ધાત્માનું સાધક છે માટે વ્યવહારથી જીવનું સ્વરૂપ મનાય છે. તોપણ પરમ સૂક્ષ્મ શુદ્ધ નિશ્ચયનયથી ભાવલિંગ પણ જીવનું નથી. કારણ કે ભાવલિંગ સાધનરૂપ છે અને શુદ્ધસહજાન્મસ્વરૂપ જ સાધ્ય છે. ૮૮ આત્મા ગુરુ-શિષ્યાદિ પણ નથીअप्पा गुरु णवि सिस्सु णवि णवि सामिउ णवि भिच्चु। सूरउ कायरु होइ णवि णवि उत्तमु णवि णिच्चु ।। ८९ ।। आत्मा गुरु: नैव शिष्यः नैव नैव स्वामी नैव भृत्यः। शूरः कातरः भवति नैव नैव उत्तमः नैव नीचः।। ८९ ।। આભા ગુરુ નહિ, શિષ્ય નહિ, નહિ સેવક, નહિ શેઠ; શૂર નહિ, કાયર નહિ, નહિ કનિષ્ઠ, નહિ શ્રેષ્ઠ. ૮૯ આત્માં ગુરુ નથી, શિષ્ય નથી, સ્વામી નથી, સેવક નથી, શૂરવીર નથી, કાયર નથી, ઉત્તમ કુળવાળો નથી અને નીચ કુળવાળો પણ નથી. વ્યવહારનયથી ગુરુ-શિષ્યાદિ સંબંધને જીવના કહેવામાં આવે છે પણ શુદ્ધનય આ સંબંધોને આત્માથી ભિન્ન પ્રતિપાદન કરે છે. સ્વશુદ્ધાત્માના અનુભવથી રહિત એવો બહિરાત્મા જ આ ભાવોને આત્મામાં આરોપિત કરે છે, સમ્યગ્દષ્ટિ જીવ તો એક શુદ્ધાત્મા સિવાય સમસ્ત ભાવોને પર માને છે. ૮૯ अप्पा माणुसु देउ णवि अप्पा तिरिउ ण होइ। अप्पा णारउ कहिं वि णवि णाणिउ जाणइ जोइ।।९।। आत्मा मनुष्यः देवः नापि आत्मा तिर्यग् न भवति। आत्मा नारकः कापि नैव ज्ञानी जानाति योगी।। ९०।। દેવમનુષ્ય ન આતમા, આતમા નહિ તિર્યંચ; આત્મા નારકી નહિ કદી, જ્ઞાની યોગી લહંત. ૯૦ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬O આત્મા મનુષ્ય નથી; દેવ નથી; આત્મા તિર્યંચ-પશુ નથી. આત્મા કદી નારકી પણ નથી. અર્થાત્ આત્મા કોઈ પ્રકારે પરરૂપ થતો નથી. પણ જ્ઞાનસ્વરૂપ જ રહે છે એમ યોગીઓ જાણે છે. શુભાશુભ કર્મોદયથી ઉત્પન્ન થયેલા મનુષ્યાદિ વિભાવ પર્યાયોને અજ્ઞાની જીવ આત્મસ્વરૂપ માને છે અને અજ્ઞાનરહિત સમ્યગ્દષ્ટિ આત્માને આત્મારૂપે માની પરપર્યાયોમાં આત્મભાવ કરતા નથી. મનુષ્ય આદિ સર્વ પર્યાયોને આત્માથી ભિન્ન માને છે. ૯૦ अप्पा पंडिउ मुक्खु णवि णवि ईसरु णवि णीसु। तरुणउ बूढउ बालु णवि अण्णु वि कम्म-विसेसु।।९१।। आत्मा पण्डितः मूर्ख: नैव नैव ईश्वरः नैव निःस्वः।। તUT: વૃદ્ધ: વીત: નૈવ બન્ય: પે મૈવિશેષ: IT? IT આત્મા પંડિત મૂર્ખ નહિ, નહિ ઇશ્વર નહિ રંક; તરુણ વૃદ્ધ કે બાલ નહિ, એ પર કર્મ-કલંક. ૯૧ ચૈતન્યસ્વરૂપ આત્મા પંડિત નથી, મૂર્ખ નથી, સમર્થ નથી, દરિદ્ર નથી, યુવાન નથી, વૃદ્ધ નથી અને બાલક પણ નથી, આ બધી અવસ્થાઓ કર્મજનિત છે, એટલે કર્મથી ઉત્પન્ન થયેલ છે, વિભાવ પર્યાય છે. જો કે શરીરના સંબંધને લીધે આ અવસ્થાઓ વ્યવહારનયથી જીવની કહેવાય છે તો પણ શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિમાં આ વિભાવ અવસ્થાઓ આત્મામાં નથી, આત્માથી ભિન્ન છે, માટે જ્ઞાની આ અવસ્થાઓમાં આસક્તિ કરતા નથી, પણ જ્ઞાનદર્શનસ્વરૂપ પોતામાં જ લીન રહે છે. ૯૧ पुण्णु वि पाउ वि कालु णहु धम्माधम्म वि काउ। एक्कु वि अप्पा होइ णवि मेल्लिवि चेयण-भाउ।।९२।। पुण्यमपि पापमपि कालः नभः धर्माधर्ममपि कायः। एकमपि आत्मा भवति नैव मुक्त्वा चेतनभावम्।। ९२ ।। પુણ્ય પાપ તન કાળ નભ, ધર્માધર્મ સહિત; એ એક્ટ નહિ આતમા ચેતન ભાવ રહિત. ૯૨ આત્મા ચૈતન્ય સ્વભાવને તજીને કદી પણ પુણ્ય એટલે શુભ કર્મ, પાપ એટલે અશુભ કર્મ, કાલદ્રવ્ય, આકાશ, ધર્મ-અધર્મ તથા શરીરરૂપ થતો નથી. વ્યવહારનયથી ઉપરોક્ત ભાવો આત્માના મનાય છે પણ શુદ્ધ નિશ્ચયનયથી આ ભાવો આત્માથી જુદા છે. મિથ્યાત્વમાં પરિણમલો અજ્ઞાની આત્મા પરભાવોને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૬૧ આત્માના માને છે. સમ્યગ્દષ્ટિ સ્વાત્મામાં સ્થિત થઈને પરને ૫૨ જાણે છે. ૯૨ આત્મા પુણ્યપાપાદિરૂપ નથી તો કેવો છે? શ્રી ગુરુ સમાધાન કરે છે अप्पा संजमु सीलु तउ अप्पा दंसणु णाणु । अप्पा सासय- मोक्ख-पउ जाणतउ अप्पाणु ।। ९३ ।। आत्मा संयमः शील तपः आत्मा दर्शनं ज्ञानम् । शाश्वतमोक्षपदं जानन् આત્માનમ્।। ૧૩|| आत्मा આત્મા સંયમ શીલ તપ આત્મા દર્શન, જ્ઞાન; આત્મા શાશ્વત મોક્ષ પદ, જો કરી આત્મપિછાણ. ૯૩ આત્મા સંયમ છે, આત્મા શીલ છે, આત્મા તપ છે, આત્મા જ્ઞાન અને દર્શનસ્વરૂપ અને પોતાને અનુભવતો આત્મા અવિનાશી શાશ્વત સુખસ્વરૂપ મોક્ષપદરૂપ છે. પાંચ ઇન્દ્રિય ને મનને રોકવું તથા છ કાયના જીવોની દયા પાળવી તે બાહ્ય સંયમ છે અને સ્વશુદ્ધાત્મામાં સ્થિર થવાથી આત્મસ્થિરતારૂપ અંતરંગ સંયમ થાય છે. તે અંતરંગ સંયમરૂપ આત્મા છે. કામક્રોધાદિના ત્યાગથી વ્રતોની રક્ષા કરવી તે વ્યવહાર શીલ છે અને અંતરંગમાં પોતાના શુદ્ધાત્માનો નિર્મળ અનુભવ કરવો તે નિશ્ચયથી અંતરંગ શીલ છે. એ અંતરંગ શીલ આત્મા છે, અનશનાદિ બાર પ્રકારનાં બાહ્ય તપ કહેવાય છે અને અંતરંગમાં સમસ્ત ૫૨દ્રવ્યોની ઇચ્છાનો નિરોધ કરીને આત્મસ્વભાવમાં રહેવું તે અત્યંતર તપ છે તથા તેથી સમસ્ત વિભાવ-ભાવ જિતાય છે. તે તપરૂપ આત્મા છે. નિજ શુદ્ધાત્મસ્વરૂપ એ જ ઉપાદેય છે એવી જે રુચિ તે સમ્યક્ત્વ છે, તે પણ આત્મા છે, વીતરાગ સ્વસંવેદન જ્ઞાનરૂપ સમ્યજ્ઞાન પણ આત્મા છે, કારણ આત્મા વિના સમ્યજ્ઞાન અન્ય પદાર્થોમાં હોતું નથી. આમ નિજ શુદ્ધ પરમાત્મ સ્વભાવમાં ૫૨મ સમરસીભાવે પરિણમવાથી આત્મા જ મોક્ષમાર્ગ છે અને ઉપાદેયરૂપ અતીન્દ્રિયસુખનો સાધક હોવાથી આત્મા જ ઉપાદેય છે. ૯૩ अणु जि दंसणु अत्थि ण वि अण्णु जि अत्थि ण णाणु । अण्णु जि चरणु ण अत्थि जिय मेल्लिवि अप्पा जाणु ।। ९४ ।। अन्यद् एव दर्शनं अस्ति नापि अन्यदेव अस्ति न ज्ञानम् । अन्यद् एव चरणं न अस्ति जीव मुक्तत्वा आत्मानं जानीहि।। ९४।। અન્ય જ દર્શન છે નહિ, અન્ય જ છે નહિ જ્ઞાન; અન્ય જ નહિ ચારિત્ર પણ, આત્મા વિણ જીવ જાણ. ૯૪ હે જીવ, આત્મા સિવાય બીજું કોઈ દર્શન નથી, બીજું કોઈ જ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨ નથી અને બીજુ કોઈ ચારિત્ર નથી એમ તું જાણ. દ્રવ્ય, પાંચ અસ્તિકાય તથા નવ પદાર્થની શ્રદ્ધાને વ્યવહાર સમ્યગ્દર્શન કહે છે. તે વ્યવહાર સમ્યગ્દર્શન નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ છે, તે બેયમાં કાર્ય-કારણ અથવા સાધ્યસાધક સંબંધ છે. નિશ્ચય સમ્યગ્દર્શન સાધ્ય તથા વ્યવહાર સમ્યગ્દર્શન સાધક છે. વીતરાગ પરમાનંદ સ્વભાવવાળો શુદ્ધસહજાત્મા જ ઉપાદેય છે, એવી રુચિમાં પરિણમેલો શુદ્ધાત્મા નિશ્ચય સમ્યગ્દર્શન છે. સ્વસંવેદનજ્ઞાનનું સાધક એવું શાસ્ત્રજ્ઞાન પણ વ્યવહારથી જ્ઞાન કહેવાય છે, તોપણ નિશ્ચયથી વીતરાગ સ્વસંવેદન જ્ઞાનમાં પરિણમેલો પોતાનો શુદ્ધાત્મા જ નિશ્ચયજ્ઞાન છે. સાધુના અઠ્ઠાવીસ મૂલગુણોનું તથા ચોરાસી લાખ ઉત્તરગુણોનું જે પાલન છે તે વ્યવહારથી ચારિત્ર કહેવાય છે, પણ શુદ્ધાત્માનુભૂતિરૂપ વીતરાગ ચારિત્રમાં પરિણમેલો નિશુદ્ધાત્મા જ નિશ્ચયથી ચારિત્ર છે. માટે નિજ શુદ્ધાત્મસ્વરૂપને તજીને નિશ્ચયથી અન્ય કોઈ જ્ઞાન, દર્શન અને ચારિત્ર નથી. આ આત્મા જ એ ત્રણમય છે. માટે અભેદ રત્નત્રયમાં પરિણમેલો પરમાત્મા જ ઉપાદેય છે એમ તાત્પર્યાર્થ છે. ૯૪ અશુદ્ધાત્મા જ નિશ્ચય તીર્થ, નિશ્ચય ગુરુ અને નિશ્ચય દેવ છે એમ अण्णु जि तित्थु म जाहि जिय अण्णु जि गुरुउ म सेवि। अण्णु जि देउ म चिंति तुहुँ, अप्पा विमलु मुएवि।।९५ ।। अन्यद् एव तीर्थं मा याहि जीव अन्यद् एव गुरुं सेवख। अन्यद् एव देवं मा चिन्तय त्वं आत्मानं विमलं मुक्त्वा ।। ९५ ।। અન્ય તીર્થ જીવ જા નહિ, અન્ય ગુરુ ના સેવ; ચિન્તવ દેવ ન અન્ય કો, તજી સહુજાતમ એવ. ૯૫ હે જીવ, એક શુદ્ધ સહજાત્માને તજીને બીજા તીર્થમાં તું જઈશ નહિ, બીજા ગુરુને સેવીશ નહિ અને બીજા દેવનું ધ્યાન કરીશ નહિ, પોતાનો શુદ્ધ સહજાત્મા જ પરમ તીર્થ છે, ત્યાં રમણતા કર. શુદ્ધ સહજાત્મા જ ગુરુ છે, તેની સેવા કર અને શુદ્ધ સહજાત્મા જ દેવ છે તેની આરાધના કર. જોકે વ્યવહારનયથી ભગવાનનાં નિર્વાણ સ્થાન, ચૈત્ય, ત્યાલય આદિ તીર્થરૂપ છે, કારણ કે ત્યાં જવાથી તીર્થભૂત મહાપુરુષોના ગુણોનું સ્મરણ થાય છે અને આત્માને એક અલૌકિક શાંતિ મળે છે, તોપણ નિશ્ચયથી તો વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ નિછિદ્ર વહાણ વડે સંસારરૂપ સાગરને તરવામાં સમર્થ એવો પોતાનો જે આત્મા છે, તે જ તીર્થ છે. તેનો આધાર લેવાથી આત્મા પરમ તત્ત્વને પામે છે તેથી નિશ્ચયથી આત્મા જ તીર્થરૂપ છે. વ્યવહારથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૩ દીક્ષા-શિક્ષા આપનારને ગુરુ કહે છે. નિશ્ચયથી તો વિષય-કપાયાદિ સમસ્ત વિભાવ પરિણતિનો ત્યાગ કરનાર હોવાથી પોતાનો શુદ્ધ સહુજાત્મા જ ગુરુ છે. તે વડે સંસારની નિવૃત્તિ થાય છે. યદ્યપિ પ્રથમ અવસ્થામાં ચિત્તની સ્થિરતાને અર્થે જિનપ્રતિમાદિને વ્યવહારથી દેવ કહેવામાં આવે છે. તે દેવપ્રતિમાઓ વિશેષ પ્રકારનાં પુણ્ય તથા પરંપરાએ નિર્વાણનાં કારણ પણ બને છે. તથાપિ નિશ્ચયથી તો પોતાનો શુદ્ધાત્મા જ દેવ છે. કારણ કે તેની આરાધનાથી જ જીવ સંસારનાં બંધનોથી મુક્ત થાય છે. આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહારનયથી સાધ્ય સાધકભાવે તીર્થ, ગુરુ અને દેવનું સ્વરૂપ યથાર્થ રીતે જાણવું જોઈએ. નિશ્ચય દેવ, નિશ્ચય તીર્થ અને નિશ્ચય ગુરુ આત્મા જ છે તથા તે આરાધવા યોગ્ય છે. વ્યવહારનયથી શ્રી જિનેન્દ્રદેવ તથા તેઓની પ્રતિમા, ગુરુજ્ઞાની મહામુનિરાજ અને તીર્થ સિદ્ધક્ષેત્ર આદિક છે. તે સર્વ નિશ્ચયના સાધક છે. માટે પ્રથમ અવસ્થામાં તે આરાધવા યોગ્ય છે. ૯૫ નિશ્ચયથી આત્મસંવિત્તિ (જ્ઞાન) દર્શન છે अप्पा दंसणु केवलु वि अण्णु सव्वु ववहारु। एक्कु जि जोइय झाइयइ जो तइलोयहँ सारु।।९६।। आत्मा दर्शनं केवलोऽपि अन्यः सर्वः व्यवहारः। एक एव योगिन् ध्यायते यः त्रैलोक्यस्य सारः।। ९६ ।। દર્શન કેવળ આતમા, અન્ય સર્વ વ્યવહાર; યોગિન, એક જ ધ્યાવવો, ત્રિલોકનો જે સાર. ૯૬ કેવળ (એક) આત્મા જ સમ્યગ્દર્શન છે. અન્ય સર્વ વ્યવહાર છે, તે યોગી, એક આત્મા જ ધ્યાન કરવા યોગ્ય છે કે જે આત્મા ત્રણ લોકમાં ઉત્તમ છે. વીતરાગ ચિદાનંદ અખંડ એક સ્વભાવવાળા આત્માના અભેદરૂપે જે શ્રદ્ધા જ્ઞાન તથા અનુભવ છે, તે જ અભેદ રત્નત્રય છે. નિર્વિકલ્પ ત્રિગુપ્તિરૂપ સમાધિમાં પરિણમેલો પોતાનો આત્મા જ નિશ્ચયનયથી સમ્યકત્વ છે, તે સિવાય અન્ય સર્વ વ્યવહાર છે. તે કારણથી આત્મા જ ધ્યાન યોગ્ય છે. જેમ દ્રાક્ષ, કપૂર, ચંદનાદિ અનેક વસ્તુઓ એકઠી કરીને પાનક, એક જાતનો પીવાયોગ્ય પદાર્થ બનાવવામાં આવે છે અને અનેક પદાર્થોનો સંગ્રહ હોવાથી તે અનેક રસરૂપ છે તોપણ અભેદ દષ્ટિથી એક પાનક કહેવાય છે; તેમ શુદ્ધાત્માનુભૂતિસ્વરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન, જ્ઞાન ચારિત્રાદિ અનેક ગુણોમાં પરિણમેલો આત્મા અનેકરૂપ છે તોપણ અભેદનયથી આત્મા એક જ વસ્તુ છે. આત્મા અનેક ગુણોનો એક અખંડ પિંડ છે. દરેક ગુણ આત્મામાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪ સમયે સમયે પરિણમી રહ્યા છે. એક સ્થળે કહ્યું છે કે " दर्शनमात्मविनिश्चितिरात्मपरिज्ञानमिष्यते बोधः। स्थितिरात्मनि चारित्रं कुत एतेभ्यो भवति बन्धः।।" આત્માનો નિશ્ચય તે સમ્યગ્દર્શન છે, આત્માને જાણવો તે સમ્યજ્ઞાન છે અને આત્મામાં સ્થિતિ કરવી તે સમ્યકચારિત્ર છે. આ અભેદ રત્નત્રય સાક્ષાત્ મોક્ષનું કારણ છે. એનાથી બંધ કેમ હોઈ શકે? ૯૬ આત્મધ્યાનની મહત્તા अप्पा झायदि णिम्मलउ किं बहुएँ अण्णेण। जो झायंतहँ परम-पउ लब्भइ एक्क-खणेण।। ९७।। आत्मानं ध्यायस्व निर्मलं किं बहना अन्येन। यं ध्यायमानानां परमपदं लभ्यते एकक्षणेन।। ९७।। ધ્યાવો નિર્મળ આતમા, બહુ અન્યનું શું કામ? જે ધ્યાતાં ક્ષણમાં કહો, ઉત્તમ પદ અભિરામ. ૯૭ હે યોગી, તે નિર્મળ પવિત્ર આત્માનું ધ્યાન કર, બીજા ઘણા પદાર્થોથી શું? અથવા અનેક વિકલ્પ સમુદાયથી પણ શું? કેમકે પરમાત્માનું ધ્યાન કરનારાઓને એક ક્ષણમાં મોક્ષપદ મળે છે. સકળ શુભાશુભ સંકલ્પ-વિકલ્પ રહિત નિજ શુદ્ધ સહજાત્માનું ધ્યાન કરવાથી આ જીવને શીધ્ર મોક્ષપદ મળે છે. માટે પવિત્ર આત્માનું ધ્યાન કરવા યોગ્ય છે. એ આત્મધ્યાનથી અંતર્મુહૂર્તમાં મોક્ષ થાય છે. અહીં શિષ્ય પૂછે છે કે જો ધ્યાન કરવાથી મોક્ષ મળે છે તો વર્તમાનમાં ધ્યાન કરનારાઓનો મોક્ષ કેમ થતો નથી? તેનું સમાધાન-જેવું શુકલ ધ્યાન પ્રથમ સંહનનવાળા જીવોને થાય છે તેવું ધ્યાન વર્તમાનમાં નથી. તેમ કહ્યું છે કે “अत्रेदानीम् निषेधन्ति शुक्लध्यानं जिनोत्तमाः। धर्मध्यानं पुनः प्राहुः श्रेणिभ्याम् प्राग्विवर्तनम्।।” આ કાળમાં આ ભરતક્ષેત્રમાં વીતરાગ ભગવાન શુકલધ્યાનનો નિષેધ કરે છે. પરંતુ ધર્મધ્યાન થઈ શકે છે. ઉપશમ શ્રેણી તથા ક્ષપક શ્રેણી પણ અત્યારે નથી. તાત્પર્ય એ છે કે પરમાત્માના ધ્યાનથી અંતર્મુહૂર્તમાં મોક્ષ થાય છે. સંસારની લાંબી સ્થિતિ ઘટાડવા અર્થે વર્તમાનમાં ધર્મધ્યાનનું સેવન કરવું જોઈએ કે જેથી પરંપરાએ મોક્ષ પણ મળી શકે. ધર્મધ્યાનના સેવનથી જ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૫ શુકલધ્યાન કરવા યોગ્ય સામગ્રી જીવને મળે છે તેથી ધર્મધ્યાન જીવને મહાન ઉપકારી છે. ૯૭ શુદ્ધાત્મ-ભાવનાની મુખ્યતા બતાવે છે अप्पा णिय-मणि णिम्मलउ णियमें वसइ ण जासु। सत्थ-पुराण तव-चरणु मुक्खु वि करहिं कि तासु।। ९८ ।। आत्मा निजमनसि निर्मलः नियमेन वसति न यस्य। शास्त्रपुराणानि तपश्चरणं मोक्षं अति कुर्वन्ति किं तस्य।। ९८ ।। આત્મા નિર્મળ નિજ મને, વસે ન નિયમે જ્યાંય; શાસ્ત્ર-પુરાણો તપવિધિ, કરે મોક્ષ શું ત્યાંય? ૯૮ જેના પોતાના મનમાં નિશ્ચયથી નિર્મળ-પવિત્ર આત્મા નિવાસ નથી કરતો તે જીવને શાસ્ત્ર-પુરાણ તથા તપસ્યા આદિ શું મોક્ષ આપી શકે? અર્થાત્ ન જ આપી શકે. વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ શુદ્ધાત્મ-ભાવના જેના હૃદયમાં નથી તેને શાસ્ત્ર-જ્ઞાન, પુરાણવાંચન તથા તપ આદિ સર્વ નિરર્થક છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે શું ઉપર કહેલાં સાધનો તદ્દન નિરર્થક છે કે કંઈ પણ ફળ આપે છે? ગુરુદેવ તેનું સમાધાન કરે છે કે બાહ્ય ધાર્મિક સાધનો તદ્દન નકામાં નથી, પણ શુદ્ધાત્માની ભાવના રાખીને આ સાધનો કરવામાં આવ્યાં હોય તો મોક્ષનાં બાહ્ય સહકારીકારણ થાય છે. અન્યથા આ સાધનોથી જીવ પુણ્યબંધ કર્યા કરે છે. મિથ્યાત્વ કષાય આદિ સહિત જે જે સાધનો કરવામાં આવે છે તે પાપબંધનાં પણ કારણ બને. જેમકે રુદ્ર ઇત્યાદિ વિદ્યાનુવાદનામક દશમું પૂર્વ ભણીને પણ ભ્રષ્ટ થઈ જાય છે. ૯૮ આત્મા જાણવાથી સર્વ જણાય છે जोइय अप्पें जाणिएण जगु जाणियउ हवेइ। अप्पइँ केरइ भावडइ बिंबिउ जेण वसेइ।। ९९ ।। योगिन् आत्मना ज्ञातेन जगत् ज्ञातं भवति। आत्मनः संबन्धिनि भावे बिम्बितं येन वसति।।९९ ।। યોગિન, જાણ્યો આતમા, તો જાણ્યું જગ સર્વ; આતમભાવ વિષે લસે, પ્રતિબિંબિત જગ સર્વ. ૯૯ હે યોગી, એક પોતાના આત્માને જાણવાથી ત્રણે જગત જણાય છે, કારણ કે આત્માના સ્વભાવરૂપ કેવલજ્ઞાનમાં આ સર્વ લોક પ્રતિબિંબત થઈને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬s રહે છે. વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન વડે આત્માને જાણતાં સર્વ શાસ્ત્રો જણાય છે. સર્વ શાસ્ત્ર તથા ક્રિયાકાંડનું ફળ શુદ્ધાત્મસ્વરૂપના ધ્યાનમાં લીન થવું તે છે. તેથી પૂર્વકાલમાં રામચંદ્ર, પાંડવ આદિ મહાપુરુષો સંસારનાં બંધનોનો ત્યાગ કરી, જિનદીક્ષા ધારણ કરી, વીતરાગની વાણીરૂપ દ્વાદશાંગનો અભ્યાસ કરી, તે અભ્યાસના ફળભૂત નિશ્ચયરત્નત્રયાત્મક એવા શુદ્ધ પરમાત્માના ધ્યાનમાં લીન રહેતા હતા. તે કારણથી વીતરાગ સ્વસંવેદન જ્ઞાન વડે પોતાના આત્માને જાણવો એ જ સાર છે. સમસ્ત દ્વાદશાંગી એક આત્મા જાણવા માટે છે. જો આત્મા જાણ્યો તો સમસ્ત દ્વાદશાંગ જામ્યું. એટલે એક આત્માને જાણતાં સર્વ જણાય છે. (૨) નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન થયેલ પરમાનંદને અનુભવનાર જ્ઞાની પુરુષ એમ જાણે છે કે મારું સ્વરૂપ જુદું છે અને દેહરાગાદિ મારાથી જુદા, સર્વ-પર છે, એમ એક આત્માને જાણવાથી સર્વ ભેદો જણાય છે. માટે જે પોતાને જાણે તે સર્વને જાણે છે. (૩) આત્મા શ્રુતજ્ઞાનરૂપ વ્યાપ્તિજ્ઞાનથી (એટલે જ્યાં જ્યાં જ્ઞાનદર્શન છે ત્યાં ત્યાં જીવ છે અને જ્ઞાનદર્શન નથી તે અજીવ છે ) સમસ્ત લોકાલોકને જાણે છે. તે કારણથી પણ જે આત્માને જાણે છે તે સર્વને જાણે છે. (૪) આત્મજ્ઞાનરૂપ બીજજ્ઞાનના ફળરૂપે કેવલજ્ઞાન ઉત્પન્ન થવાથી તે જ્ઞાનમાં દર્પણની સમાન સમસ્ત લોકાલોક પ્રતિબિંબિત થાય છે. આ કારણથી પણ એક આત્માને જાણતાં સર્વ જણાય છે. એમ શુદ્ધ આત્માને જાણતાં સર્વ જણાય છે. એમ ચાર પ્રકારે તેની વ્યાખ્યા કરી અત્રે વિશેષાર્થ સમજાવ્યો છે માટે એ મર્મ સમજીને, બાહ્ય અને અત્યંતર પરિગ્રહને તજીને તીવ્ર પુરુષાર્થ કરીને નિરંતર એક શુદ્ધાત્મતત્વની પવિત્ર ભાવના કરવી જોઈએ. સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે કે जो पस्सइ अप्पाणं अबद्धपुढे अणण्णमविसेसं। अपदेससुत्तमज्झं पस्सइ जिणसासणं सव्वं ।। જે આસન્નભવ્ય જીવ સ્વસંવેદન જ્ઞાન કરીને પોતાના આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય અને અવિશેષરૂપે જુએ છે, તે સર્વ જૈનશાસનને જુએ છે; અર્થાત્ આત્માને યથાર્થપણે જાણવાથી સમસ્ત જૈનશાસનનો મર્મ પણ યથાર્થ જણાય છે. હે મુમુક્ષુ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિષે દષ્ટિ દે, કે જે દષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞયપણે તારે વિષે દેખાશે. તત્ત્વસ્વરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates એવા સન્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે, એમ તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવું દુર્લભ છે...” ૯૯ -શ્રીમદ્ રાજચંદ્ર अप्प-सहावि परिट्ठियहँ एहउ होइ विसेसु। दीसइ अप्प-सहावि लहु लोयालोउ असेसु।। १०० ।। आत्मस्वभावे प्रतिष्ठितानां एष भवति विशेषः। दृश्यते आत्मस्वभावे लघु लोकालोकः अशेषः।। १०० ।। આત્મસ્વભાવે લીનને, જાણો એહ વિશેષ; આત્મસ્વભાવે ઝટ દીસે, લોકાલોક અશેષ. ૧૦૦ આત્મસ્વભાવમાં લીન થયેલા મહાપુરુષોની આ વિશેષતા છે કે તેના આત્મસ્વભાવમાં સમસ્ત લોકાલોક શીધ્ર જ દેખાય છે અથવા પાઠાંતર “ વીસટ્ટ 3qસ૬/૩ સંદુ છે. એનો અર્થ એવો છે કે પોતાનો સ્વભાવ શીધ્ર દેખાય છે. આત્મસ્વભાવને જોવાથી સમસ્ત લોકાલોક દેખાય છે. એ આત્મશક્તિનો પ્રભાવ છે. ૧OO अप्पु पयासइ अप्पु परु जिम अंबरि रवि-राउ। जोइय एत्थु म भंति करि एहउ वत्थु-सहाउ।।१०१ ।। आत्मा प्रकाशयति आत्मानं परं यथा अम्बरे रविरागः। योगिन्, अत्र मा भ्रान्तिं कुरु एष वस्तुस्वभावः।। १०१।। ગગને રવિવત્ આતમા, અપર પ્રકાશે ભાવ; યોગિન, અહીં કર ભ્રાંતિના, એવો વસ્તુસ્વભાવ. ૧૦૧ જેમ આકાશમાં સૂર્યનો પ્રકાશ પોતાને તથા પરપદાર્થોને પ્રકાશે છે તેમ આત્મા પોતાને તથા અન્ય પદાર્થોને પ્રકાશે છે, જાણે છે. હે યોગી, એમાં ભ્રાંતિ કરીશ નહિ; વસ્તુનો એવો સ્વભાવ છે. જેમ મેઘરહિત આકાશમાં સૂર્યનો પ્રકાશ પોતાને તથા પરને પ્રકાશે છે તેમ વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં લીન થઈ મોહરૂપી મેઘસમૂહનો નાશ કરી આત્મા મુનિઅવસ્થામાં વીતરાગ સ્વસંવેદનજ્ઞાનથી પોતાને તથા પરને અંશે પ્રકાશે છે, અને કેવલજ્ઞાન અવસ્થામાં સર્વ પદાર્થોને એક સમયમાં સર્વાશે પ્રકાશે છે. આવો આત્માનો સ્વભાવ છે, એમાં સંદેહ કરવા યોગ્ય નથી. ૧૦૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮ પૂર્વકથનને દષ્ટાંતપૂર્વક કહે છે तारा-यण जलि बिंबियउ, णिम्मलि दीसइ जेम। अप्पए णिम्मलि बिंबियउ लोयालोउ वि तेम।। १०२।। तारागणः जले बिंबितः निर्मले दृश्यते यथा। आत्मनि निर्मले बिम्बितं लोकालोकमपि तथा।। १०२।। તારાગણ બિંબિત દીસે, નિર્મળ જળમાં જેમ; લોકાલોક પ્રગટ દીસે, વિમલ આત્મમાં તેમ. ૧૦૨ જેમ તારાઓના સમુદાય નિર્મળ જળમાં પ્રતિબિંબિત થઈને પ્રત્યક્ષ દેખાય છે, તેમ નિર્મળ આત્મામાં સમસ્ત લોકાલોક પ્રતિબિંબિત થાય છે. મિથ્યાત્વ રાગાદિ વિકલ્પજાળરહિત એવા નિર્મળ આત્મામાં સર્વ વિશ્વ પ્રતિબિંબિત થઈને દેખાય છે. જે સર્વને જાણે-જુએ છે તે આત્મા છે, તથા તે જ ઉપાદેય છે. પૂર્વોક્ત સિદ્ધાંતને દઢ કરવા માટે આ દષ્ટાંત આપ્યું છે. ૧૦૨ આત્મા સર્વને જાણનાર છે अप्पु वि परु वि वियाणियइँ जे अप्पें मुणिएण। सो णिय-अप्पा जाणि तुहँ जोइय णाण-बलेण।।१०३।। आत्मापि परः अपि विज्ञायते येन आत्मना विज्ञातेन। तं निजात्मानं जानीहि त्वं योगिन् ज्ञानबलेन।।१०३ ।। નિજ ત્યમ સૌ પર જાણીએ, જાણે જે નિજ આત્મ, યોગિન, જ્ઞાન-બળે તું તે, જાણ એક નિજ આત્મ. ૧૦૩ જે આત્માને જાણવાથી સ્વ તથા પરપદાર્થો જણાય છે તે પોતાના આત્માને હે યોગી, તું આત્મજ્ઞાનના બળ વડ જાણે. વીતરાગ સદા એક આનંદસ્વરૂપ આત્માને જાણવાથી બીજા પદાર્થો પણ જણાય છે. માટે હે યોગી, રાગદ્વેષ આદિ વિકલ્પોનો ત્યાગ કરી એક શુદ્ધાત્મામાં લીન થવાનો પુરુષાર્થ કરો. આ જગતમાં એક સંવેદન (પોતાના જ્ઞાન વડે પોતાના શુદ્ધ આત્માનો અનુભવ) જ્ઞાન જ સાર છે. ૧૦૩ णाणु पयासहि परमु महु किं अण्णे बहुएण। जेण णियप्पा जाणियइ सामिय एक्क-खणेण।। १०४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૬૯ ज्ञानं प्रकाशय परमं मम किं अन्येन बहुना । येन निजात्मा ज्ञायते स्वामिन् एकक्षणेन ।। १०४ ।। જે જ્ઞાને ક્ષણ એકમાં, સ્વામિ, જણાય નિજાત્મ; પ્રવ૨ પ્રકાશો જ્ઞાન મુજ, બહુ અન્યનું શું કામ ? ૧૦૪ હે સ્વામી, જે જ્ઞાનથી ક્ષણમાત્રમાં પોતાનો આત્મા જણાય છે તે પરમ જ્ઞાનનો મને પ્રકાશ (ઉપદેશ ) કરો. બીજા ઘણા વિકલ્પોથી શું કામ છે? હે ભગવાન! જે સ્વસંવેદન જ્ઞાને કરીને ક્ષણમાત્રમાં શુદ્ધબુદ્ધ સ્વભાવવાળો પોતાનો આત્મા જણાય છે તે જ્ઞાનનો મને ઉપદેશ કરો. અન્ય વિકલ્પોથી શો લાભ ? કારણ કે બીજા વિકલ્પો રાગાદિ વિભાવભાવને વધારનારા છે. જે મિથ્યાત્વ રાગાદિ વિકલ્પરહિત જ્ઞાનથી અંતર્મુહૂર્તમાં પરમાત્મા જણાય છે તે જ જ્ઞાન ઉપાદેય છે. ૧૦૪ अप्पा णाणु मुणेहि तुहुँ जो जाणइ अप्पाणु । નીવ-પસર્દિ તિત્તિકણ, ખાનેં નયન-પવાનુ || ૬૦૬ || आत्मानं ज्ञानं मन्यस्व त्वं यः जानाति आत्मानम् । जीवप्रदेशैः तावन्मात्रं ज्ञानेन गगनप्रमाणम्।। १०५।। જાણે આત્મા જેહ તે, જ્ઞાન આતમા માન; જીવપ્રદેશે લોકમિત, જ્ઞાને ગગન-પ્રમાણ. ૧૦૫ જે આત્મા પોતાને પોતાના પ્રદેશોની અપેક્ષાએ લોક-પ્રમાણ ( અસંખ્યાત પ્રદેશી ) તથા જ્ઞાનની અપેક્ષાએ આકાશ-પ્રમાણ જાણે તે આત્માને તું જ્ઞાન જાણ. “નીવપસિંહ વેદ સમુ” એવો પણ પાઠ છે તો તેનો અર્થ આ પ્રમાણે છે કે આત્મા નિશ્ચયનયથી લોકપ્રમાણ છે તોપણ વ્યવહારનયથી સંકોચ વિસ્તારના સ્વભાવવાળો હોવાથી શ૨ી૨પ્રમાણ છે. અર્થાત્ જીવને જે શરીર મળે છે તે શરીર-પ્રમાણ છે. નિશ્ચયનયથી આત્મા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન તથા કેવલજ્ઞાનથી અભિન્ન છે. આત્મા અને જ્ઞાનનો તાદાત્મ્ય સંબંધ છે. જેમ આખા પદાર્થને જોવાથી એક પ્રકારે પદાર્થમાં વ્યાપક કહેવાય છે તેમ જ્ઞાન લોકાલોકને જાણતું હોવાથી વ્યવહારનયથી વ્યાપક કહેવાય છે. પદાર્થોને જાણવા છતાં જ્ઞાન તે જ્ઞાનરૂપે તથા પદાર્થ તે પદાર્થરૂપે જ રહે છે. જ્ઞાન પદાર્થોમાં જતું નથી તેમ પદાર્થો પણ જ્ઞાનમાં આવતા નથી. નિશ્ચયથી આત્મા લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે, તોપણ વ્યવહારનયથી પ્રાપ્ત સ્વદેહ–પ્રમાણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #84 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭) છે. સંસાર અવસ્થામાં આત્મા કર્મને લીધે સંકોચ-વિસ્તાર પામ્યા કરે છે. માટે જે કોઈ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા આદિ સમસ્ત વિકલ્પ સમુદાયનો ત્યાગ કરીને જ્ઞાનસ્વરૂપ આત્માને જાણે છે તે પુરુષ જ્ઞાનથી અભિન્ન હોવાથી જ્ઞાનમય અથવા જ્ઞાન કહેવાય છે. આત્મા અને જ્ઞાનમાં ભેદ નથી. કહ્યું છે કે" आभिणिसुदोहिमणकेवलं च होदि एगमेव पदं। सो एसो परमट्ठो जं लहिदुं णिव्वुदिं लहदि।। મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય તથા કેવલજ્ઞાનમાં એક આત્મા જ છે, એમ જે કોઈ પરમાર્થને જાણે છે, તે નિર્વાણ પામે છે. આત્મા જ પરમ અર્થ એટલે ઉત્તમ પદાર્થ છે, તેને જાણીને જીવ નિર્વાણ પામે છે. ૧૦૫ अप्पहँ जे वि विभिण्ण वढ ते वि हवंति ण णाणु। ते तुहुँ तिण्णि वि परिहरिवि णियमिं अप्पु वियाणु।। १०६ ।। आत्मनः ये अपि विभिन्ना वत्स तेऽपि भवन्ति न ज्ञानम्। तान् त्वं त्रीण्यपि परिहृत्य नियमेन आत्मानं विजानीहि।। १०६ ।। આત્માથી જે ભિન્ન છે, વત્સ કદી નહિ જ્ઞાન; તજી તું તે ત્રણેયને, નિયમે આત્મા જાણ. ૧૦૬ હે શિષ્ય, જે ભાવો આત્માથી જુદા છે, તે જ્ઞાનરૂપ નથી. માટે તું ધર્મ, અર્થ અને કામ એ ત્રણને તજીને નિયમથી એક આત્માને જાણ. સંપૂર્ણ શુદ્ધ એક જ્ઞાનસ્વરૂપ પરમાત્મ પદાર્થથી નિશ્ચયનયથી ભિન્ન એવા ધર્મ, અર્થ અને કામને તજીને તથા વીતરાગ સ્વસંવેદન લક્ષણવાળી શુદ્ધાત્માનુભૂતિના જ્ઞાનમાં સ્થિર થઈને પવિત્ર આત્માને જાણ. ૧૦૬ अप्पा णाणहँ गम्मु पर णाणु वियाणइ जेण। तिण्णि वि मिल्लिवि जाणि तुहुँ अप्पा णाणे तेण।।१०७।। आत्मा ज्ञानस्य गम्यः परः ज्ञानं विजानाति येन। त्रीण्यपि मुक्त्वा जानीहि त्वं आत्मानं ज्ञानेन तेन।। १०७।। જ્ઞાનગમ્ય આત્મા ખરે, કારણ, જાણે જ્ઞાન; તજી જીવ ત્રણેયને, જ્ઞાને આત્મા જાણ. ૧૦૭ આત્મા નિયમથી જ્ઞાનનો વિષય છે, કારણ કે જ્ઞાન જ આત્માને જાણે છે. તેથી હે પ્રભાકર, ધર્મ, અર્થ અને કામ એ ત્રણ ભાવોને મૂકીને જ્ઞાન વડે પોતાના આત્માને જાણ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૧ પોતાનો શુદ્ધાત્મા જ્ઞાન વડે જણાય છે. મતિજ્ઞાનાદિ વિકલ્પોથી રહિત તથા પરમાત્મા શબ્દથી કહેવા યોગ્ય એવું જે પરમપદ તે જ મોક્ષનું સાક્ષાત્ કારણ છે. તે પરમપદને સ્વસંવેદન જ્ઞાન વડે જાણ્યા સિવાય અનેક પ્રકારનાં સાધનોથી જીવ મોક્ષ પામતો નથી. સમયસારમાં કહ્યું છે કે णाणगुणेहिं विहीणा एदं तु पदं बहूवि ण लहंति। तं गिण्ह सुपदमेदं जइ इच्छसि दुक्खपरिमोक्खं ।। સમ્યજ્ઞાન રહિત જીવો ઘણાં કષ્ટ સહન કરવા છતાં શુદ્ધસહજાત્મરૂપ બ્રહ્મપદને પામતા નથી, માટે જો તું સંસારનાં દુ:ખોથી છૂટવાની ઇચ્છા રાખતો હોય તો આત્મજ્ઞાન વડે સ્વપદને પ્રાપ્ત કર. જે જીવ ધર્મ, અર્થ, કામાદિ સર્વ પરદ્રવ્યની ઇચ્છાઓનો વિરોધ કરી પોતાના શુદ્ધ સહજાન્મસ્વરૂપરૂપ સુખ અમૃતમાં તૃત થાય છે, તેમાં જ એકાગ્ર થાય છે, તે જ નિષ્પરિગ્રહી છે, નિર્ચન્થ છે તથા તે જ પોતાના આત્માને જાણનાર છે. સમયસારમાં કહ્યું છે કે अपरिग्गहो अणिच्छो भणिओ णाणी दु णिच्छदे धम्म। अपरिग्गहो दु धम्मस्स जाणगो तेण सो होदि।। ઇચ્છારહિતને અપરિગ્રહી કહ્યો છે. જ્ઞાની અપરિગ્રહી છે, તે ધર્મને પણ ઇચ્છતા નથી. અર્થાત્ જેને વ્યવહારધર્મની પણ ઇચ્છા નથી તેથી જ્ઞાની માત્ર જ્ઞાતા છે. ૧૦૭ णाणिय णाणिउ णाणिएण णाणिउँ जा ण मुणेहि। ता अण्णाणिं णाणमउँ किं पर बंभु लहेहि।।१०८ ।। ज्ञानिन् ज्ञानी ज्ञानिना ज्ञानिनं यावत् न जानासि। तावद् अज्ञानेन ज्ञानमयं किं परं ब्रह्म लभसे।। १०८ ।। જ્ઞાનિન, શાને જ્ઞાનીને, જ્ઞાની જો તું ન જાણ; તો અજ્ઞાને જ્ઞાનમય, શી પરબ્રહ્મ પિછાણ. ૧૦૮ હે જ્ઞાની, જ્ઞાનવાનું પોતાનો આત્મા સમ્યજ્ઞાન વડ જ્ઞાનલક્ષણવાળા આત્માને જ્યાં સુધી નથી જાણતો ત્યાં સુધી અજ્ઞાની હોવાથી જ્ઞાનમય પોતાના શુદ્ધ સહજાન્મસ્વરૂપને શું પામી શકે? અર્થાત્ કદી ન પામી શકે. આત્માની પ્રાપ્તિ આત્મજ્ઞાનથી થઈ શકે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭ર જ્યાં સુધી આ આત્મા પોતાના આત્માને પોતાના આત્મા વડે પોતાના આત્મ-સ્વરૂપની પ્રાપ્તિ માટે પોતાના આત્માથી પોતાના આત્મામાં સ્થિર થઈને સમસ્ત રાગાદિ વિકલ્પજાળથી મુક્ત થઈને નહિ જાણી લે ત્યાં સુધી સંપૂર્ણ દોષરહિત નિજ શુદ્ધસહજ્જાત્મસ્વરૂપ પરમાત્મા સિદ્ધપરમેષ્ઠીરૂપ પરબ્રહ્મને શું તે કદી પામી શકશે? અર્થાત્ કદી પામી શકે નહિ. જે આત્માને જાણે છે તે જ પરમાત્માને પામે છે. અર્થાત્ આત્મા પરમાત્મારૂપ બને છે. ૧૦૮ પરલોક શબ્દથી પરમાત્માને કહે છે जोइज्जइ तिं बंभु परु जाणिज्जइ तिं सोइ। बंभु मुणेविणु जेण लहु गम्मिज्जइ परलोइ।।१०९ ।। दृश्यते तेन ब्रह्मा परः ज्ञायते तेन स एव। ब्रह्मा मत्वा येन लघु गम्यते परलोके।। १०९ ।। શુદ્ધાત્મા જોવાય જયમ, શુદ્ધાત્મા જ જણાય; ત્યમ શુદ્ધાત્માનુભવે, ઝટ પરલોક પમાય. ૧૦૯ જે પુરષ પોતાનું સ્વરૂપ જાણીને પરલોક એટલે પરમાત્મતત્ત્વને શીઘ્ર પામે છે તે પુરુષ નિયમથી પરબ્રહ્મરૂપ શુદ્ધાત્માને દેખે છે તથા તે જ પુરુષ નિયમથી પરબ્રહ્મરૂપ શુદ્ધ આત્માને જાણે છે. શુદ્ધ નિશ્ચયનયથી કેવલજ્ઞાન, કેવલદર્શન સ્વભાવવાળો પરમાત્મા શક્તિરૂપે સર્વસંસારી જીવોમાં રહેલો છે. અર્થાત્ સર્વસંસારી જીવોમાં પરમાત્મા થવાની શક્તિ છે. કર્મબદ્ધ આત્મા સંસાર અવસ્થામાં એકેન્દ્રિયાદિ જુદી જુદી અવસ્થાઓ ધારણ કરે છે, પણ જ્યારે કર્મરહિત થાય છે ત્યારે સિદ્ધ બને છે. કર્મયુક્ત અવસ્થામાં જીવ શક્તિરૂપે પરમાત્મા છે, અને સિદ્ધ અવસ્થામાં વ્યક્તિ (પ્રગટ)પણે પરમાત્મા છે. શક્તિની અપેક્ષાએ આ આત્મા પણ પરમ બ્રહ્મા, પરમ વિષ્ણુ, પરમ શિવ આદિ નામોથી કહી શકાય છે, પણ પ્રગટપણે તો અરિહંત તથા સિદ્ધને જ પરમાત્મા શબ્દથી કહેવા યોગ્ય છે. અરિહંત તથા સિદ્ધ સિવાય કોઈ અન્ય જગવ્યાપી તથા એક પરમ બ્રહ્માદિ અથવા શિવ નથી. મુક્તાત્માઓ લોકના અગ્રભાગમાં રહે છે તે જ બ્રહ્મલોક છે, તે જ વિષ્ણુલોક છે અને તે જ શિવલોક છે. તે સિવાય અન્ય કોઈ શિવલોક નથી એમ ભાવાર્થ છે. અત્રે પરલોક શબ્દનો અર્થ પરમાત્મ તત્ત્વ છે. ૧૦૯ मुणि-वर-विंदहँ हरि-हरहँ जो मणि णिवसइ देउ। परहँ जि परतरु णाणमउ, सो वुच्चइ पर-लोउ।। ११०।। मुनिवरवृन्दानां हरिहराणां यः मनसि निवसति देवः। परस्माद् अपि परतरः ज्ञानमयः स उच्यते परलोकः।। ११० ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૩ હરિહર મુનિવર-વૃન્દનાં, મનમાં વસતા દેવ; પરથી પણ પર જ્ઞાનમય, તે પરલોક સદેવ. ૧૧૦ જે આત્મદેવ મુનિઓ, ઇન્દ્ર, વાસુદેવ તથા રુદ્રોનાં હૃદયમાં નિવાસ કરે છે, ઉત્તમમાં ઉત્તમ છે તથા જ્ઞાનમય છે તે શુદ્ધાત્મા પરલોક કહેવાય છે. પર' એટલે ઉત્કૃષ્ટ વીતરાગ ચિદાનંદ શુદ્ધ સ્વભાવવાળો આત્મા. તેનો જે લોક એટલે અવલોકન, નિર્વિકલ્પ સમાધિમાં અનુભવ કરવો, તે પરલોક શબ્દનો અર્થ છે. અથવા જેના પરમાત્મસ્વરૂપમાં એટલે કેવલજ્ઞાનમાં જીવાદિ પદાર્થો દેખાય છે, માટે તે પરમાત્માનું નામ પરલોક છે. વ્યવહારનયથી સ્વર્ગ-મોક્ષને પરલોક કહે છે. સ્વર્ગ તથા મોક્ષનું કારણ ભગવાનનો ધર્મ છે, માટે કેવલી ભગવાનને પણ પરલોક કહેવામાં આવે છે. પરમાત્માની સમાન જે પોતાનો આત્મા છે તે જ પરલોક છે, તે જ ઉપાદેય છે. ૧૧૦ सो पर वुच्चइ लोउ परु जसु मइ तित्थु वसेइ। जहिं मइतहिं गइ जीवहँ जि णियमें जेण हवेइ।।१११ ।। सः परः उच्यते लोकः परः यस्य मतिः तत्र वसति। यत्र मतिः तत्र गतिः जीवस्य एव नियमेन येन भवति।। १११ ।। જેની મતિ પરમાત્મમાં, -વસે, તેવું પરલોક; જ્યાં મતિ ત્યાં ગતિ નિશ્ચયે, જીવની થાય વિલોક. ૧૧૧ જે ભવ્યાત્માની બુદ્ધિ પોતાના શુદ્ધ સહજાન્મસ્વરૂપમાં વસે છે, એટલે વિષયરૂપ વિકલ્પ જાળનો ત્યાગ કરી સંવેદના જ્ઞાનમાં સ્થિર થાય છે તે પુરુષ નિયમથી પર એટલે ઉત્કૃષ્ટ જન કહેવાય છે. અર્થાત્ જેની બુદ્ધિ સ્વરૂપસ્થિત છે તે ઉત્તમ જન છે. કારણ કે જેવી બુદ્ધિ હોય છે તેવી જ જીવની ગતિ થાય છે એમ ભગવાને કહ્યું છે. તેથી જે જીવનું મન નિજ સ્વરૂપમાં સ્થિત છે તેઓને નિજ પદની પ્રાપ્તિ થાય છે, એમાં સંદેહ નથી. જે જીવ આર્ત રૌદ્ર ધ્યાનને વશ થઈને શુદ્ધાત્મભાવનાને છોડીને રાગાદિ વિભાવ-ભાવોમાં પરિણમે છે તે દીર્ઘ સંસારી થાય છે અને જે જીવ રત્નત્રયરૂપ પરમાત્મતત્ત્વની ભાવનામાં લીન થાય છે તે મોક્ષ પામે છે એમ જાણી રાગાદિ વિકલ્પો છોડી પરમાત્મતત્ત્વની ભાવના કર્તવ્ય છે. ૧૧૧ जहि मइ तहिं गइ जीव तुहुँ मरणु वि जेण लहेहि। तें परबंभु मुएवि मइँ मा पर-दव्वि करेहि।। ११२।। यत्र मतिः तत्र गतिः जीव त्वं मरणमपि येन लभसे। तेन परब्रह्म मुक्त्वा मतिं मा परद्रव्ये कार्षीः ।। ११२ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૭૪ હે જીવ જ્યાં મતિ ત્યાં ગતિ, મ૨ણે પણ જો થાય; તો ક૨ ના ૫૨ બ્રહ્મ વિણ, મતિ ૫૨દ્રવ્યની માંય. ૧૧૨ હું જીવ, જ્યાં તારી મતિ, મન છે, ત્યાં તારી ગતિ છે. કારણ કે મરીને તું તે ગતિને પામીશ. માટે તું એક શુદ્ધ પરબ્રહ્મને મૂકીને પરદ્રવ્યમાં મતિને, મનને ન જોડ. શુદ્ઘ દ્રવ્યાર્થિક નયથી ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવવાળા વીતરાગ સદા આનંદરૂપ અતીન્દ્રિય સુખસુધામાં પરિણમેલા તથા પરમાત્મશબ્દથી કહેવા યોગ્ય એવા પોતાના શુદ્ધ સહજાત્મસ્વરૂપને તજીને ૫૨દ્રવ્યમાં તથા શરીરાદિ પરિગ્રહમાં મન ન જવા દે, એમ તાત્પર્યાર્થ છે. ૧૧૨ પરદ્રવ્ય શું છે? એમ પૂછવાથી આચાર્ય ઉત્તર આપે છે जं णियदव्वहँ भिण्णु जडु तं पर-दव्वु वियाणि । पुग्गलु धम्माधम्मु णहु कालु वि पंचमु जाणि । । ११३ ।। यत् निजद्रव्यात् भिन्नं जडं तत् परद्रव्यं जानीहि । पुद्गलः धर्माधर्मः नभः कालं अपि पञ्चमं जानीहि ।। ११३ ।। જે નિજ દ્રવ્યથી ભિન્ન, જડ, તે ૫૨દ્રવ્ય પિછાણ; પુદ્ગલ ધર્માધર્મ નભ, પંચમ કાલ તું જાણ. ૧૧૩ જે આત્મપદાર્થથી જુદા જડપદાર્થ છે તેને તમે પરદ્રવ્ય જાણો અને તે પુદ્દગલ, ધર્મ, અધર્મ, આકાશ તથા પાંચમું કાલદ્રવ્ય છે. એ સર્વને પરદ્રવ્ય જાણો. દ્રવ્ય છ છે, તેમાં પાંચ દ્રવ્ય અચેતન અને એક જીવ દ્રવ્ય જ ચેતન છે. આ બધાં દ્રવ્યો પોતાના આત્માથી જુદા છે એમ જાણો તથા જીવદ્રવ્ય પણ પરસ્પર જુદા જુદા છે એકમેક નથી. અનંતચતુષ્ટય સ્વરૂપવાળા પોતાના આત્માને જ પોતાનો સમજો. આત્માની સાથે અનાદિકાલથી રાગાદિરૂપ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ તથા શરીરાદિ નોકર્મનો સંબંધ છે તોપણ તે બધા આ આત્માથી જુદા છે. એ પુદ્દગલાદિ પાંચ દ્રવ્ય જડ અને ૫૨ હોવાથી હેય છે. એક શુદ્ધ સહજાત્મા જ ઉપાદેય છે. ૧૧૩ વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ અગ્નિ કર્મજાળને અંતર્મુહૂર્તમાં ભસ્મ કરી નાખે છે એમ કહે છે. जइ णिविसद्धु विकु वि करइ परमप्पर अणुराउ । अग्गी-कणी जिम कट्ठ-गिरि डहइ असेसुवि पाउ ।। ११४ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૭૫ यदि निमिषार्धमपि कोऽपि करोति परमात्मनि अनुरागम् । अग्नि-कणिका यथा काष्ठ-गिरि दहति अशेषमपि पापम् ।। ११४ । । માત્ર અર્ધપળ પણ કરે, ૫રમાતમમાં રાગ; તે બહુ પાપ દહે યથા, કાષ્ઠ-ગિરિ કણ આગ. ૧૧૪ જો આ જીવ અનિમેષ જેટલો સમય પણ પરમાત્મામાં અનુરાગ કરે તો જેમ અગ્નિનો ણ મોટા કાષ્ઠના સમુદાયને બાળી મૂકે છે તેમ તેનાં સર્વ પાપ નાશ પામે છે. જે જીવો ઋદ્ધિગારવ, સાતાગારવ, ૨સગારવ, કલા, કવિપણું, વાદીપણું આદિના અભિમાનનો ત્યાગ કરી આત્મામાં ધ્યાનરૂપ અગ્નિ પ્રગટાવે છે તેનાં કર્મરૂપ કાષ્ઠસમૂહ શીઘ્ર બળીને ભસ્મીભૂત થાય છે. આત્મધ્યાનનું આવું સામર્થ્ય જાણી એ આત્મધ્યાનની જ ભાવના કર્તવ્ય છે. ૧૧૪ એક શુદ્ધાત્માનો વિચાર કર मेल्लिवि सयल अवक्खडी जिय णिच्चिंतउ होइ । चित्तु णिवेसहि परमपए परमपए देउ णिरंजणु जोइ ।। ११५ ।। मुक्त्वा सकलां चिन्तां जीव निश्चिन्तः चित्तं निवेशय परमपदे देवं निरञ्जनं पश्य ।। ११५ । । भूत्वा। જીવ, સર્વ ચિંતા તજી, થઈ નિશ્ચિંત સદૈવ; ૫૨મ પદે મન ધાર તું, દેખ નિરંજન દેવ. ૧૧૫ હૈ જીવ, તું સર્વ પ્રકારની ચિંતાઓ તજી, નિશ્ચિંત થઈ, પોતાના મનને પરમ પદમાં ધારણ કર અને નિરંજન દેવને જો. હે જીવ, તું જોયેલા, સાંભળેલા તથા અનુભવેલા ભોગોની ઇચ્છારૂપ અપધ્યાન આદિ ચિંતાઓ તજી અત્યંત નિશ્ચિંત થઈ મનને ૫૨માત્મસ્વરૂપમાં સ્થિર કર. પછી ભાવકર્મ, દ્રવ્યકર્મ તથા નોકર્મરૂપ અંજનથી રહિત પરમ આરાધ્ય એવા નિજ શુદ્ધસહજાત્મ સ્વરૂપનું ધ્યાન કર. અપધ્યાનનું લક્ષણ बंधवधच्छेदादेद्वेषाद्रागाच्च परकलत्रादेः । आर्तध्यानमपध्यानं शासति जिनशासने विशदाः ।। દ્વેષથી કોઈને મારવાનો, બાંધવાનો તથા છેદવાનો વિચાર કે રાગથી પારકાની સ્ત્રીનો વિચાર કરવો તેને જૈનશાસનમાં નિપુણ પુરુષો અપધ્યાન કહે છે. તે ધ્યાન નરક નિગોદાદિનું કારણ છે. માટે સર્વથા હૈય છે. ૧૧૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધ્યાન સંબંધી સુખને કહે છે जं सिव-दंसणि परम-सुहु पावहि झाणु करंतु। तं सुहु भुवण वि अत्थि णवि मेल्लिवि देउ अणंतु।। ११६ ।। यत् शिव-दर्शने परमसुखं प्राप्नोषि ध्यानं कुर्वन् । तत् सुखं भुवनेऽपि अस्ति नैव मुक्त्वा देवं अनन्तम्।। ११६ ।। સ્વાત્મદર્શને સુખ પરમ, કરતાં ધ્યાન પમાય; તે સુખ ત્રિભુવનમાંય ના, જિન અનંત સિવાય. ૧૧૬ ધ્યાન કરતાં શિવદર્શન-એટલે પોતાના શુદ્ધાત્મદર્શનમાં તું જે પરમ સુખ પામે છે, તે સુખ ત્રણે લોકમાં એક પરમાત્મા સિવાય અન્ય દ્રવ્યમાં નથી. શિવદર્શનનો અર્થ આત્મદર્શન છે. શિવ નામ કલ્યાણનું છે અને જ્ઞાન સ્વભાવવાળો નિજ શુદ્ધાત્મા જ કલ્યાણરૂપ છે. તેનાં દર્શન-એટલે અનુભવમાં જે કોઈ અપૂર્વ આનંદ આવે છે તેવો આનંદ એક પરમાત્મા સિવાય અન્યત્ર ક્યાંય નથી. પરમ સમાધિમાં સ્થિત રહેલા મહાત્માઓ તે સુખનો અનુભવ લે છે. અનંત ગુણરૂપ આત્મતત્વને જાણ્યા વગર ઇન્દ્રોને પણ તે સુખ નથી. માટે રાગદ્વેષનો ત્યાગ કરીને નિજ નિર્મળ પરમાત્મતત્ત્વની ભાવના કરવાથી આત્માને અતીન્દ્રિય આકુળતા રહિત પરમ સુખ પ્રગટે છે. સંસારનું ઈન્દ્રિયજન્ય સુખ તો આકુળતાવાળું છે. આત્મા જ બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ-શિવ છે. ૧૧૬ મહાત્માઓ ધ્યાનથી અપાર સુખ પામે છે जं मुणि लहइ अणंत-सुहु णिय-अप्पा झायंतु। तं सुहु इंदु वि णवि लहइ देविहिं कोडि रमंतु।।११७।। यत् मुनिः लभते अनन्तसुखं निजात्मानं ध्यायन्। तत् सुखं इन्द्रोऽपि नैव लभते देवीनां कोटि रम्यमाणः।। ११७ ।। મુનિ ધ્યાતાં નિજ આત્મને, જે સુખ લહે અનંત; લહે ન તે સુખ ઈન્દ્ર પણ, કોટિ-દેવી-વિલસંત. ૧૧૭ પોતાના આત્માનું ધ્યાન કરતા મહામુનિઓ જે અનંત સુખ પામે છે તે સુખ કરોડો દેવાંગના સાથે ક્રિીડા કરતો ઇન્દ્ર પણ પામતો નથી. બાહ્ય અને અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરીને નિજ શુદ્ધ સહુજાત્મ સ્વરૂપમાં લીન થયેલા મહામુનિને જેવો આનંદ અનુભવાય છે તેવો આનંદ ઇન્દ્રાદિને પણ હોતો નથી. એક શાસ્ત્રમાં કહ્યું છે કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates दह्यमाने जगत्यस्मिन् महता मोहवह्निना। विमुक्ताविषयासंगाः सुखायन्ते तपोधनाः ।। મહામોહરૂપી અગ્નિથી ખળખળ બળતા આ સંસારમાં દેવ, નારકી, પશુ તથા મનુષ્યો બધાય દુઃખી છે. માત્ર પંચેન્દ્રિયના વિષયોની આસક્તિનો ત્યાગ કરનાર તારૂપી ધનવાળા મહા-મુનિઓ જ સુખી છે. ૧૧૭ अप्पा-दंसणि जिणवरहँ जं सुहु होइ अणंतु। तं सुहु लहइ विराउ जिउ जाणंतउ सिउ संतु।।११८ ।। आत्मदर्शने जिनवराणां यत् सुखं भवति अनन्तम्। तत् सुखं लभते विरागः जीव: जानन् शिवं शान्तम्।। ११८ ।। આત્મદર્શને જિનવરો, જે સુખ લહે અનંત; તે સુખ લહે વિરાગી જીવ, અનુભવતાં શિવ શાંત. ૧૧૮ મુનિ અવસ્થામાં જિનેશ્વરોને આત્મદર્શનમાં જે અનંત સુખ થાય છે તે સુખને પરમાત્મરૂપ શાંત નિજસ્વરૂપને અનુભવતો એવો વૈરાગ્યવાન આત્મા પામે છે. અર્થાત વીતરાગ ભાવનામાં પરિણમેલો આત્મા અતીન્દ્રિય સુખને અનુભવે છે. ૧૧૮ जोइय णिय-मणि णिम्मलए पर दीसइ सिउ संतु। अंबरि णिम्मलि घण-रहिए भाणु जि जेम फुरंतु।। ११९ ।। योगिन् निज मनसि निर्मले परं दृश्यते शिवः शान्तः। अम्बरे निर्मल घनरहिते भानु इव यथा स्फुरन्।। ११९ ।। યોગિન, નિજ નિર્મળ મને, દીસે સ્વરૂપ શિવ શાંત; અમલ અગન ગગને યથા, ઝલકે રવિ જ્વલંત; ૧૧૯ હે યોગી, જેમ વાદળારહિત નિર્મળ આકાશમાં દેદીપ્યમાન સૂર્ય દેખાય છે, તેમ કામ-ક્રોધાદિ વિકારરહિત પોતાના નિર્મળ ચિત્તમાં રાગાદિરહિત નિજ શુદ્ધ આત્માનું દર્શન થાય છે. કામ-ક્રોધાદિ વિકલ્પરૂપ મેઘસમૂહનો ક્ષય થવાથી નિર્મળ ચિત્તરૂપી આકાશમાં કેવલજ્ઞાનાદિ અનંત કિરણયુક્ત નિજ શુદ્ધાત્મારૂપી સૂર્ય પ્રકાશ પામે છે. ૧૧૯ राएँ रंगिए हियवडए देउ न दीसइ संतु। दप्पाणि मइलए बिम्बु जिम एहउ जाणि णिभंतु।। १२० ।। रागेन रञ्जिते हृदये देवः न दृश्यते शान्तः। दर्पणे मलिने बिम्बं यथा एतत् जानीहि निर्धान्तम् ।। १२० ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ७८ રાગે રંજિત હૃદયમાં, દીસે ન દેવ પ્રશાંત; મલિન દર્પણ ના દીસે, -બિંબ સમજ નિર્ભીત. ૧૨૦ જેમ મલિન દર્પણમાં પોતાનું મોટું દેખાતું નથી તેમ રાગથી રંગાયેલા ચિત્તમાં શાંત પરમાત્મા દેખાતા નથી એમ તું સંદેહરહિત જાણ. દેદીપ્યમાન સૂર્ય આકાશમાં પ્રત્યક્ષ હોય છે છતાં વાદળાંઓથી ઢંકાઈ જવાથી તે દેખાતો નથી તેમ જ શક્તિપણે કેવલજ્ઞાનાદિ અનંતગુણોયુક્ત આત્મા આ શરીરમાં વિદ્યમાન છે. પણ કામ-ક્રોધાદિરૂપ વાદળાંને લીધે તે દેખાતો નથી. માટે મુમુક્ષુઓએ કામાદિ વિકારોને જીતી નિજ શુદ્ધાત્માનો અનુભવ કરવો જોઈએ. ૧૨૦ વિષયાસક્ત જીવોને પરમાત્માનાં દર્શન થતાં નથી जसु हरिणच्छी हियवडए तसु णवि बंभु वियारि। एक्कहिं केम समंति वढ बे खंडा पडियारि।।१२१।। यस्य हरिणाक्षी हृदये नैव तस्य ब्रह्म विचारय। एकस्मिन् कथं समायातौ वत्स द्वौ खडगौ प्रत्याकारे।। १२१ ।। મૃગાક્ષી જેને ઉર વસે, ત્યાં નહિ બ્રહ્મા, વિચાર; મ્યાન એકમાં બે અસિ, વત્સ રહે કયમ? ધાર. ૧૨૧ જે પુરુષના મનમાં હરિણાક્ષી (સ્ત્રી) નિવાસ કરે છે, ત્યાં બ્રહ્મનો નિવાસ એટલે તે પુરુષને શુદ્ધાત્માની પ્રાપ્તિ ક્યાંથી થાય? એમ તું વિચાર કર. હે વત્સ, એક મ્યાનમાં બે તરવાર કેવી રીતે રહી શકે ? - સ્ત્રી આદિના રૂપ જોવાની ઇચ્છા આત્માને આકુળતા ઉત્પન્ન કરનાર તથા અશુભ પરિણામનું કારણ છે તેથી જે પ્રાણી તેનું રૂપ જોવાને ઇચ્છે તેના હૃદયમાં નિર્વિકલ્પ સમાધિથી પ્રગટતી નિરાકુળતામય પરમાત્મભાવના કેવી રીતે હોઈ શકે? એક મ્યાનમાં બે તરવાર રહી શકતી નથી તેમ જ્યાં વિષયવિકાર છે ત્યાં બ્રહ્મવિચાર ટકી શકતો નથી. બન્નેમાં અરસપરસ વિરોધ છે તેથી બ્રહ્મવિધા અને વિષયવિનોદ એક એક ચિત્તમાં સાથે રહી શકે નહિ. જેને બ્રહ્મવિચાર કે આત્મભાવથી અપૂર્વ આત્મશ્રેય સાધવું છે તેણે વિષય-વિકારને તજી દઈ એક શુદ્ધ સહજાત્મારૂપ બ્રહ્મમાં ચર્યા, રમણતા માટે, એક “Úહિ તૃહિ' બ્રાહ્મી વેદના, સ્વાનુભવ અમૃતરસના આલાદ માટે, પોતાના ચિત્તને બીજી સર્વ વાસનાથી રહિત શુદ્ધ-નિર્મળ કરવું જોઈએ. ૧૨૧ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૯ રાગાદિ રહિત એવા પોતાના મનમાં પરમાત્મા વસે છે णिय मणि णिम्मलि णाणियहँ णिवसइ देउ अणाइ। हंसा सरवरि लीणु जिम महु एहउ पडिहाइ।।१२२।। निजमनसि निर्मले ज्ञानिनां निवसति देवः अनादिः। हंसः सरोवरे लीनः यथा मम ईदृशः प्रतिभाति।।१२२ ।। જ્ઞાનીનાં નિર્મળ ઉરે, વસે અનાદિ દેવ; ભાસે માનસરે મને, લીન હંસ પરમેવ. ૧૨૨ જ્ઞાનીઓના ચગાદિ રતિ નિર્મળ મનમાં અનાદિદવ-આધવા યોગ્ય શુદ્ધાત્મા નિવાસ કરી રહ્યો છે. તે જેમ માનસરોવરમાં નિવાસ કરી રહ્યો હેય તેમ મને ભાસે છે. નિજ શુદ્ધ સહજાભદ્રવ્યની સભ્યશ્રદ્ધા અને સ્વાભાવિક જ્ઞાનથી ઉત્પન્ન વીતરાગ પરમ સુખસ્વરૂપ અમૃતરસરૂપ નિર્મળ નીરથી ભરેલા જ્ઞાનીઓના ચિત્તરૂપ માનસરોવરમાં પરમાત્મારૂપી પરમહંસ, આત્મદેવ, પરમબ્રહ્મ નિરંતર નિવાસ કરે છે તે આત્મદેવ નિર્મળ ગુણોની ઉજ્વલતાથી હંસ સમાન છે. જેમ હંસનું નિવાસસ્થાન માનસરોવર છે તેમ બ્રહ્મનું નિવાસસ્થાન નિર્મળ ચિત્ત છે. ૧રર देउ ण देउले णवि सिलए णवि लिप्पइ णवि चित्ति। अखउ णिरंजणु णाणमउ सिउ संठिउ सम-चित्ति।।१२३।। देवः न देवकुले नैव शिलायाम् नैव लेप्पे नैव चित्रे। अक्षयः निरञ्जनः ज्ञानमयः शिवः संस्थितः समचित्ते।। १२३ ।। લેપ ચિત્ર પ્રતિમા વળી દેવાલયે ન દેવ; શિવ નિરંજન જ્ઞાનમય, સ્થિત સમ મને સદૈવ. ૧૨૩ પરમ આરાધ્ય આત્મદેવ દેવાલય (દેરાસર) માં નથી, પાષાણની પ્રતિમામાં નથી, લેપની પ્રતિમામાં નથી, કે ચિત્ર એટલે કાગળની પ્રતિમામાં નથી, એમ તે આત્મદેવ બાહ્ય પદાર્થોમાં નથી. પણ તે અવિનાશી, નિરંજન, જ્ઞાનમય પરમાત્મા સમભાવમાં વિરાજી રહ્યા છે. અર્થાત્ સમભાવમાં પરિણમેલા વીતરાગ મહાત્માઓના અંતરમાં વિરાજી રહ્યા છે. જોકે વ્યવહારની અપેક્ષાએ ધર્મપ્રવૃત્તિ માટે સ્થાપનારૂપે અરહંતદેવ દેવાલયમાં છે, તેમ ધાતુ, પાષાણની પ્રતિમાને પણ દેવ કહેવામાં આવે છે, તોપણ નિશ્ચયથી શત્રુ-મિત્ર, સુખ-દુ:ખ, જીવન-મરણ જેને સમાન છે એવા વીતરાગ મહાત્માઓના ચિત્તમાં પરમાત્મા વસે છે. समसत्तुबंधुवग्गो समसुहदुक्खो पसंसणिंदसमो। समलोहकंचणो विय जीवियमरणे समो समणो।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #94 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ८० જે શત્રુ-મિત્રમાં સમાન ભાવવાળો છે, સુખદુઃખમાં કે નિંદા-પ્રશંસામાં એક વૃત્તિવાળો છે, લોખંડ અને સુવર્ણને સમાન ગણે છે તથા જીવન-મરણમાં જેને સમભાવ છે, તે રીતે મુનિ સમભાવવાળો કહેવાય છે. ૧૨૩ मणु मिलियउ परमेसरहँ परमेसरु वि मणस्स । बीहि वि समरसिहूवाहँ पुज्ज चडावउँ कस्स ।। १२३-२।। मनः मिलितं परमेश्वरस्य परमेश्वरः अपि मनसः । द्वयोरपि समरसीभूतयोः पूजां समारोपयामि कस्य ।। १२३-२।। મન ૫૨મેશ્વરશું મળ્યું, પરમેશ્વર મનલીન; બન્ને સમ૨સી એક ત્યાં, કોને પૂજું ? અભિન્ન. ૧૨૩-૨ વિકલ્પરૂપ મન ભગવાન આત્મારામમાં મળી ગયું-એટલે આત્મામાં લીન થઈ ગયું અને આત્મારામ પરમેશ્વર મનમાં મળી ગયા તેથી બન્ને એકમેક થઈ ગયા તો હવે હું કોને પૂજાની સામગ્રી ચઢાવું-અર્થાત્ કોની પૂજા કરું ? જોકે વ્યવહા૨નયથી ગૃહસ્થાવસ્થામાં વિષય-કષાય તથા દુર્ધ્યાનને દૂર કરવાને અને ધર્મની વૃદ્ધિને અર્થે પૂજા અભિષેક આદિ વ્યવહાર છે તોપણ વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થયેલા જીવોને તે સમયે બાહ્ય વ્યાપારનો અભાવ છે તેથી ઉપરોક્ત ક્રિયાઓ ત્યાં નથી અર્થાત્ દ્રવ્યપૂજાનો ત્યાં પ્રસંગ નથી; પણ ભાવપૂજામાં તન્મયતા છે. ૧૨૩–૨ जेण णिरंजणि मधु धरिउ विसय कसायहिं जंतु । मोक्खहँ कारणु एत्तडउ अण्णु ण तंतु ण मंतु ।। १२३ - ३ ।। येन निरञ्जने मनः धृतं विषयकषायेषु गच्छत्। मोक्षस्य कारणं एतावदेव अन्यः न तंत्रः न मन्त्रः ।। १२३ -३।। વિષય કષાયે મન જંતુ, ધર્યું નિરંજન માંહિ; મોક્ષ હેતુ બસ એ ખરો, મંત્રતંત્ર ૫૨ નાંહિ. ૧૨૩-૩ જેણે વિષય-કષાયમાં જતું પોતાનું મન રોકીને જો નિરંજન ૫રમાત્મસ્વરૂપમાં ધારણ કર્યું તો એ જ મોક્ષનું કારણ છે. અન્ય તંત્ર તથા મંત્ર આદિ મોક્ષનાં કારણ નથી. પરમાત્મસ્વરૂપમાં પોતાનું મન રહે તે જ મોક્ષનું મુખ્ય કારણ છે. તંત્ર શાસ્ત્ર અથવા ઔષધિ અને મંત્ર એટલે મંત્રાક્ષરો. જે કોઈ આસન્નભવ્ય જીવ, શુદ્ધ આત્મભાવનામાં વિઘ્નભૂત એવા વિષય કષાયોમાં કે પરભાવોમાં જતા મનને વીતરાગ નિર્વિલ્પ સ્વસંવેદન જ્ઞાનના બળથી પાછું વાળીને નિજ શુદ્ધત્મદ્રવ્યમાં સ્થિર, સ્થાપન કરે છે, તે જ મોક્ષ પામે છે, પણ અન્ય મંત્રતંત્રથી બળવાન હોય તોપણ મોક્ષને પામે નહિ. ૧૨૩-૩ સમાસ પ્રથમ મહાધિકાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૮૧ દ્વિતીય મહાધિકારમોક્ષમાર્ગ શિષ્ય પ્રશ્ન કરે છે सिरिगुरु अक्खहि मोक्खु महु मोक्खहँ कारणु तत्थु । मोक्खहँ केरउ अण्णु फलु जें जाणउँ परमत्थु ॥१॥ श्री गुरो आख्याहि मोक्षं मम मोक्षस्य कारणं तथ्यम् । मोक्षस्य सम्बन्धि अन्यत् फलं येन जानामि परमार्थम्।। १।। શ્રી ગુરુ, મોક્ષ કહો મને, મોક્ષ હેતુ સત્યાર્થ; મોક્ષ સંબંધી ફળ વળી જેથી લઠ્ઠું ૫૨માર્થ. ૧ · શ્રીમદ્ સદ્ગુરુ, કૃપા કરીને આપ મને મોક્ષ, મોક્ષનું યથાર્થ કારણ તથા મોક્ષનું ફળ કહો કે જેથી હું ૫૨માર્થને જાણું. શ્રી પ્રભાકર ભટ્ટ આચાર્યશ્રી યોગીન્દુદેવને વિનયભાવે પ્રાર્થના કરે છે કે હું શ્રીમદ્દ સદ્દગુરુદેવ, આપ મને મોક્ષ, મોક્ષનું વાસ્તવિક કારણ તથા તેનું ફળ કહો જેથી તેનો ૫રમાર્થ જાણનાર થાઉં. આ દોહરામાં શિષ્યે ત્રણ પ્રશ્ન પૂછયા છે. ૧ આચાર્ય ક્રમપૂર્વક સમાધાન કરે છે जोइय मोक्खु वि मोक्ख-फलु पुच्छिउ मोक्खहँ हेउ । सो जिण-भासिउ णिसुणि तुहुँ जेण वियाणहि भेउ ।।२।। योगिन् मोक्षोऽपि मोक्षफलं पृष्टं मोक्षस्य हेतुः । तत् जिनभाषितं निशृणु त्वं येन विजानासि भेदम् ।।२।। યોગિન, પૂછ્યો મોક્ષ તેં, મોક્ષહેતુ ફળ તેમ; જિન-ભાષિત સુણ તે કહું, જાણે ભેદ તું જેમ. ૨ હૈ યોગી, તેં મોક્ષ, મોક્ષનું ફળ તથા મોક્ષનું કારણ એમ ત્રણ વાતો પૂછી છે. તો ભગવાન જિનેન્દ્ર કહ્યા પ્રમાણે તે સાંભળ જેથી તું ભેદને જાણે. શ્રી યોગીન્દુદેવગુરુ પ્રભાકર ભટ્ટને કહે છે કે હું યોગી, શુદ્ધ સહજ આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ મોક્ષ, કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયનું પ્રગટવું તે રૂપે મોક્ષફળ અને નિશ્ચય વ્યવહાર રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ એમ ત્રણેને ક્રમપૂર્વક જિન આજ્ઞા પ્રમાણે તને કહીશ. તેને તું મનમાં ધારણ કર કે જેથી યથાર્થ ૫૨માર્થ ૨હસ્યને તું જાણીશ. ૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષ જ સુખનું કારણ છે धम्महँ अत्थहँ कामहँ वि एयहँ सयलहँ मोक्खु। उत्तमु पभणहिं णाणि जिय अण्णे जेण ण सोक्खु।।३।। धर्मस्य अर्थस्य कामस्यापि एतेषां सकलानां मोक्षम्। उत्तमं प्रभणन्ति ज्ञानिनः जीव अन्येन येन न सौख्यम्।। ३।। ધર્મ અર્થ ને કામથી, મોક્ષ શ્રેષ્ઠ સુખખાણ; કહે જ્ઞાનીઓ કેમ કે, સુખ અન્યથી ન જાણ. ૩ હે જીવ, ધર્મ, અર્થ અને કામ એમ બધા પુરુષાર્થોમાં જ્ઞાનીઓ મોક્ષ પુરુષાર્થને ઉત્તમ કહે છે; કારણ કે મોક્ષ સિવાય બીજા પુરુષાર્થોથી પરમ સુખની પ્રાપ્તિ થતી નથી. એક મોક્ષ પુરુષાર્થ જ પરમ સુખરૂપ છે. ધર્મ શબ્દથી અત્રે પુણ્યનું ગ્રહણ છે, અર્થ શબ્દ પુણ્યના ફળરૂપ રાજ્ય વૈભવ આદિના અર્થમાં છે અને કામ શબ્દનો અર્થ સંસારના ભોગ્ય પદાર્થોની પ્રાપ્તિ થવી તે છે. પણ આ ત્રણેથી પરમ સુખ મળતું નથી, એક મોક્ષ જ અત્યંત અનંત આનંદદાયક તથા પરમ શાંતિનું ધામ છે. તેથી બધા પુરુષાર્થોમાં મોક્ષ પુરુષાર્થ ઉત્તમ છે, એમ વીતરાગ સર્વજ્ઞ ભગવાન કહે છે. બીજા પુરુષાર્થો આત્મામાં આકુળતા ઉત્પન્ન કરવાવાળા છે તથા વીતરાગ પરમાનંદ સુખરૂપ અમૃતના આસ્વાદથી વિપરીત છે, માટે સુખ આપવા સમર્થ થતા નથી. ૩ મોક્ષની પ્રધાનતા કહે છે जइ जिय उत्तमु होइ णवि एयहँ सयलहँ सोइ। तो किं तिण्णि वि परिहरवि जिण वच्चहिं पर-लोइ।।४।। यदि जीव उत्तमो भवति नैव एतेभ्यः सकलेभ्यः स एव। ततः किं त्रीण्यपि परिहृत्य जिनाः व्रजन्ति परलोके।।४।। જો જીવ, એ સર્વેયથી, મોક્ષ શ્રેષ્ઠ ન ગણાય; તો તે તજી ત્રણેયને; જિનો મોક્ષ કયમ જાય? ૪ હે જીવ, જો સર્વ પુરુષાર્થોમાં મોક્ષ પુરુષાર્થ ઉત્તમ ન હોત તો શ્રી જિનવરદેવ ધર્મ, અર્થ, કામ આદિનો ત્યાગ કરી મોક્ષમાં જઈને શા માટે વિરાજત? માટે એમ જણાય છે કે મોક્ષ પદાર્થ સર્વોત્તમ છે. પરલોક શબ્દની વ્યુત્પત્તિ અર્થ કહે છે-પર એટલે ઉત્કૃષ્ટ, મિથ્યાત્વરાગાદિ રહિત અને કેવલજ્ઞાનાદિ અનંતગુણ સહિત પરમાત્મા તે “પર” કહેવાય છે. અને તે પરમાત્માનું અવલોકન–વીતરાગ સમરસી ભાવનો અનુભવ તે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #97 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૩ પરલોક છે. નિશ્ચયથી પરમ શિવ શબ્દથી કહેવા યોગ્ય મુક્તાત્મા પરમાત્મા તે શિવ કહેવાય છે અને તેનો લોક એટલે અવલોકન અનુભવ તે શિવલોક અર્થાત્ મોક્ષ. તેવી જ રીતે પરમ બ્રહ્મ શબ્દથી કહેવા યોગ્ય મુક્તાત્મા પરમાત્મા તે જ પરમ બ્રહ્મ છે, અને તેનો લોક એટલે અવલોકન, અનુભવ તે બ્રહ્મલોક છે. પરમ વિષ્ણુ શબ્દથી કહેવા યોગ્ય મુક્તાત્મા પરમાત્મા તે જ વિષ્ણુ અને તેનો લોક તે વિષ્ણુલોક એમ પરલોક શબ્દથી મોક્ષ કહેવાય છે. બીજા કોઈ કલ્પનાજનિત શિવલોક આદિ છે નહિ. અત્રે સારાંશ એ છે કે પરલોક શબ્દથી કહેવા યોગ્ય પરમાત્મા જ ઉપાદેય છે, ધ્યાન કરવા યોગ્ય છે, અન્ય કોઈ નહિ. ૪ મોક્ષ સુખદાયક છે એમ દષ્ટાંત આપીને દઢ કરે છે उत्तमु सुक्खु ण देइ जइ, उत्तमु मुक्खु ण होइ। तो किं इच्छहिं बंधणहि बद्धा पसुय वि सोइ।।५।। उत्तमं सुखं न ददाति यदि उत्तमो मोक्षो न भवति। ततः किं इच्छन्ति बन्धनैः बद्धाः पशवोऽपि तमेव।। ५।। મોક્ષ ન દે સુખ શ્રેષ્ઠ જો, તે નહિ શ્રેષ્ઠ ગણાય; તો પશુ પણ બંધાયલાં, બંધમુક્તિ કામ ચહાય? ૫ જો મોક્ષ જીવને સર્વોત્તમ સુખ આપવા સમર્થ થતો ન હોય અથવા પોતે સર્વોત્તમ ન હોય તો બંધનોથી બંધાયેલાં પશુઓ પણ તે મોક્ષ (છુટકારા)ને શા માટે ઇચ્છે છે? બંધન સમાન કોઈ દુઃખ નથી અને મોક્ષ સમાન કોઈ સુખ નથી. મોક્ષ એટલે બંધનથી છુટકારો. બંધાયેલાં પશુઓ પણ છૂટવાને ઇચ્છે છે. એ સામાન્ય બંધનનાં અભાવથી પણ પશુઓ સુખી થાય છે, તો સર્વથા કર્મબંધનના અભાવથી જ્ઞાનીજનો પરમ સુખી થાય એમાં આશ્ચર્ય શું છે? માટે કેવલજ્ઞાનાદિ અનંત ગુણસ્વરૂપ અનંત સુખનું કારણ મોક્ષ, જે આત્માનો ધર્મ છે, સ્વભાવ છે, તે જ આદરવા યોગ્ય, આરાધવા યોગ્ય છે. તેથી જ્ઞાની પુરુષો મોક્ષને અત્યંતપણે ઇચ્છે છે. ૫ अणु जइ जगहँ वि अहिययरु गुण-गणु तासु ण होइ। तो तइलोउ वि किं धरइ णिय-सिर-उप्परि सोइ।।६।। अन्यद् यदि जगतोऽपि अधिकतरः गुणगणः तस्य न भवति। ततः त्रिलोकोऽपि किं धरति निजशिरोपरि तमेव।।६।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૮૪ વળી વિશ્વથી અધિક જો, ગુણગણ ત્યાં ન તમામ; તો ત્રિભુવન નિજ શિ૨૫૨, ધરે મોક્ષ શું કામ? ૬ વળી જો આ સંસાર કરતાં અત્યંત અધિક ગુણનો સમૂહ તે મોક્ષમાં ન હોય તો ત્રણલોક તેને પોતાના મસ્તક ઉપર શા માટે ધારી રાખત ? મોક્ષ લોકના અગ્રભાગે છે, તેમાં સર્વથી અધિક ગુણગણ છે, તેથી લોક તેને પોતાના મસ્તકે ધારણ કરી રાખે છે. ઉત્તમ ગુણવાન વસ્તુને જગત મસ્તકે ધારણ કરે છે. મોક્ષ સર્વોત્તમ છે માટે સૌથી ઉ૫૨ છે. મોક્ષમાં અનંતજ્ઞાનાદિ ક્ષાયિક ગુણોની પૂર્ણતા છે તથા તેની ઉપર કોઈ બીજું સ્થાન નથી. સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્માઓ પોતપોતાના સ્વભાવ-સુખનો અનુભવ કરતા અનંતકાળ સુધી ત્યાં વિરાજમાન રહે છે. કોઈ દિવસે ત્યાંથી પાછા આવતા નથી. કારણ કે સંસાર પરિભ્રમણનાં કારણરૂપ એવા રાગદ્વેષાદિ ભાવોનો તેમને સર્વથા અભાવ થઈ ગયો છે. રાગદ્વેષના અભાવમાં અવતાર લેવાનું તેમને કંઈ કારણ રહ્યું નથી. જ્યાં સુધી રાગદ્વેષ અને મોહ છે ત્યાં સુધી જ સંસાર છે, અને જ્યાં સંસાર છે ત્યાં દુ:ખ છે, જન્મ-મરણાદિ સર્વ દુ:ખથી આત્યંતિક મુક્તિ થવાથી મોક્ષને ઉત્તમ કહીએ છીએ પણ મોક્ષ થયા પછી પણ જો જન્મ-મરણ ન ટળે તો તે મોક્ષ શા કામનો ? કેટલાંક દર્શનો મોક્ષને ગુણોના અભાવરૂપ કહે છે, તેનો અત્રે નિષેધ કરે છે કે મોક્ષમાં ઇન્દ્રિયજનિત ગુણોનો અભાવ છે પણ કેવલજ્ઞાનાદિ અનંત ગુણોનો ત્યાં અભાવ નથી. પ્રદીપ-નિર્વાણની સમાન જીવના અભાવરૂપ મોક્ષ નથી એટલે મોક્ષ શૂન્યરૂપ નથી. કારણ કે જો જીવનો અભાવ થાય તો મોક્ષ કોનો થાય ? માટે જીવની વિશુદ્ધિરૂપ મોક્ષ છે. સુપ્ત અવસ્થાની સમાન સુખજ્ઞાનથી રહિત પણ મોક્ષ નથી. પણ મોક્ષમાં અનંત જ્ઞાન અને અનંત સુખ છે. જીવ જ્યાં કર્મથી મુક્ત થાય છે ત્યાં જ રહે છે એમ પણ કોઈ માને છે તે યોગ્ય નથી. કર્મબંધનોનો સર્વથા નાશ થવાથી ઊર્ધ્વસ્વભાવી આત્મા સિદ્ધાલયમાં જઈ વિરાજમાન થાય છે. ત્યાં શુદ્ધ સહજ આત્મસ્વભાવજન્ય અનંત અપાર અતીન્દ્રિય જ્ઞાન, દર્શન, સુખ આદિ અનંત આત્મિક ઐશ્વર્યથી પરિપૂર્ણ અનંત સુખામૃત રસના આસ્વાદમાં સદાય વિલસતા સર્વકાળ અત્યંત વિરાજે છે. ૬ મોક્ષમાં ૫૨મ સુખ છે उत्तमु सुक्खु ण देइ जइ उत्तमु मुक्खु ण होइ । तो किं सयलु वि कालु जिय सिद्ध वि सेवहिं सोइ ।। ७ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #99 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૫ उत्तमं सुखं न ददाति यदि उत्तमः मोक्षो न भवति। ततः किं सकलमपि कालं जीव सिद्धा अपि सेवन्ते तमेव।। ७।। મોક્ષ ન દે સુખ શ્રેષ્ઠ છે, તે નહિ શ્રેષ્ઠ ગણાય; તો જીવ, તેને સિદ્ધગણ, સેવે કેમ સદાય? ૭ મોક્ષ જો ઉત્તમ અવિનાશી પરમ સુખને ન આપે તો તે ઉત્તમ પણ ગણાય નહિ, પણ મોક્ષ ઉત્તમ સુખ આપે છે તેથી જ શ્રેષ્ઠ મનાય છે. મોક્ષમાં જો પરમાનંદ ન હોય તો હું જીવ, સિદ્ધ પરમાત્મા તેને સદાકાળ શા માટે સેવે? ત્યાં અનંત અપાર સુખ છે તેથી તેઓ મોક્ષને સેવે છે. મોક્ષ અખંડ અને અવિનાશી આનંદ આપે છે, માટે સિદ્ધ પરમાત્માઓ તેમાં નિરંતર નિવાસ કરે છે. જો મોક્ષ ઉત્તમ ન હોત તો ત્યાં સિદ્ધાત્માઓ રહેત નહિ. કેવલજ્ઞાનાદિ અનંતગુણ સહિત સર્વ શુદ્ધાત્માઓ ત્યાં સદાકાળ રહે છે. સિદ્ધ પરમાત્માનું સુખ અપૂર્વ અને અતીન્દ્રિય છે. સિદ્ધ પરમાત્માના સુખના સંબંધમાં કહ્યું છે કે आत्मोपादानसिद्धं स्वयमतिशयवद्वीतबाधं विशालं वृद्धिह्रासव्यपेतं विषयविरहितं निःप्रतिद्वन्द्वभावम्। अन्यद्रव्यानपेक्षं निरुपमममितं शाश्वतं सर्वकालम् , उत्कृष्टानन्तसारं परमसुखमतस्तस्य सिद्धस्यजातम्।। જે આત્માની ઉપાદાન શક્તિથી સિદ્ધ છેએટલે આત્માથી જ ઉત્પન્ન થયેલ છે, પોતે અતિશયવાળું છે, બાધા રહિત છે, વિશાળ છે, હાનિ અને વૃદ્ધિથી રહિત છે, પાંચ ઇન્દ્રિયના વિષયોથી રહિત છે. નિર્ધન્દ્ર છે, અન્ય દ્રવ્યની અપેક્ષાથી રહિત અનુપમ છે, અનંત છે, અપાર છે, સર્વકાળ રહેનાર છે, ઉત્તમ છે તથા અનંત સારયુક્ત છે. એવું પરમ સુખ શ્રી સિદ્ધ પરમાત્માને હોય છે, તાત્પર્ય કે તે જ સુખ સર્વથા વાંછનીય છે, અન્ય સુખ નહિ. ૭ સર્વ મહાપુરુષોનું ધ્યેય એક મોક્ષ જ છેहरि-हर बंभु वि जिणवर वि मुणिवर-विंद वि भव्व। परम-णिरंजणि मणु धरि वि मुक्खु जि झायहिं सव्व।।८।। हरिहरब्रह्माणोऽपि जिनवरा अपि मुनिवरवृन्दान्यपि भव्याः। परमनिरंजने मनः धृत्वा मोक्षं एव ध्यायन्ति सर्वे।। ८ ।। હરિ-હર બ્રહ્મા જિનવરો, વળી મુનિવરગણ ભવ્ય; મન ધરી પરમ નિરંજને, ધ્યાવે મોક્ષ જ સર્વ. ૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #100 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૬ નારાયણ, ઇન્દ્ર, રુદ્ર, શ્રી તીર્થકર, મહામુનિઓનો સમૂહ તથા અનેક ભવ્યાત્માઓ પરમ નિરંજન એવા પરમાત્મામાં ચિત્તને ધારણ કરીને તે મોક્ષનું ધ્યાન કરે છે. અર્થાત્ બાહ્ય પદાર્થોમાં જતા મનને રોકીને આત્માસાધના કરે છે. શ્રી તીર્થંકર દેવ તથા ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ આદિ પ્રસિદ્ધ પુરુષો ખ્યાતિ, પૂજા, લાભ આદિ સર્વ વિકલ્પોથી રહિત, શુદ્ધબુદ્ધ એક સ્વભાવવાળા પોતાના આત્મદ્રવ્યની સમ્યક શ્રદ્ધા જ્ઞાન તથા આચરણરૂપ અભેદ રત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિ, તેથી ઉત્પન્ન થયેલ વીતરાગ સહજ આનંદ એક સુખ રસ, તેના અનુભવથી, પૂર્ણ કળશની સમાન પરિપૂર્ણ, તથા નિરંજન શબ્દથી કવા યોગ્ય એવા પરમાત્માના ધ્યાનમાં સ્થિત થઈને મોક્ષને ધ્યાવે છે. જો કે વ્યવહારથી સવિકલ્પ અવસ્થામાં વીતરાગ સર્વજ્ઞનું સ્વરૂપ કે તેની પ્રતિમાઓ કે તેના મંત્રાક્ષરો અને તેની આરાધના કરનારા પુરુષો ધ્યેયરૂપ હોય છે તોપણ વીતરાગ નિર્વિકલ્પ ત્રિગુતિ ગુપ્ત પરમ સમાધિાલમાં નિજ શુદ્ધાત્મા જ ધ્યેય છે. ૮ મોક્ષ સિવાય અન્ય કોઈ સુખનું કારણ નથીतिहयणि जीवहँ अत्थि णवि सोक्खहँ कारणु कोइ। मुक्खु मुणविणु एक्कु पर तेणवि चिंतहि सोइ।।९।। त्रिभुवने जीवानां अस्ति नैव सुखस्य कारणं किमपि। मोक्षं मुक्त्वा एकं परं तेनैव चिन्तय तमेव।। ९ ।। સુખનું કારણ જીવને, ત્રિભુવનમાં પણ કોય; મોક્ષ વિના નહિ એક પણ, તેથી ચિંતવ સોય. ૯ ત્રણ લોકમાં જીવોને એક મોક્ષને મૂકીને બીજું કંઈ પણ સુખનું કારણ નથી. એક મોક્ષ જ સુખનું કારણ છે. તેથી એક તેનું જ સદાકાલ ચિંતવન કર. બીજું ચિંતવન, વિચાર ન કર. શ્રી યોગીન્દ્રાચાર્ય પ્રભાકર ભટ્ટને કહે છે કે હે વત્સ, મોક્ષ સિવાય બીજું કંઈ સુખનું કારણ નથી અને આત્મધ્યાન વિના મોક્ષની સિદ્ધિ થતી નથી. માટે તું વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈ નિજ શુદ્ધ સહજાભસ્વભાવનું ધ્યાન કર. પ્રભાકર ભટ્ટ શ્રીગુરુને પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, આપે અનેકવાર અતીન્દ્રિય સુખનું વર્ણન કર્યું છે. પરંતુ તે સુખને જગતવાસી જીવો જાણતા નથી, અને માનતા પણ નથી. તો તે સુખની અન્ય આત્માઓને પ્રતીતિ કેમ આવે? આચાર્યશ્રી તેનું સમાધાન કરે છે-હે વત્સ, કોઈ એક માણસ આકુળતા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #101 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૮૭ રહિત તથા પંચેન્દ્રિયના ભોગોથી રહિત એકલો બેઠેલો છે તે સમયે આવીને કોઈ પૂછે કે આપ આનંદમાં છો? તો તે કહે છે કે ‘હું સુખમાં છું' ત્યાં તે સમયે તે માણસને પંચેન્દ્રિય સંબંધી ભોગોનો જરાય સંબંધ નથી, છતાં પોતાને સુખી કહે છે. તેથી એમ જણાય છે કે પંચેન્દ્રિયના વિષયોના સેવનથી સુખ નથી પણ આકુળતાના અભાવમાં સુખ છે. અર્થાત્ નિર્વ્યાકુળપણુ જ સુખનું મૂળ છે. ઇન્દ્રિય-વિષયોના સેવનમાં આતુરતા તથા આકુળતા રહેલી છે. અનાકુળતામાં જે સુખ છે તે પણ એક પ્રકારે આત્માથી ઉત્પન્ન થયેલું છે. એક દેશે-અંશે વિષયોનો ત્યાગ કરનારાઓને એકદેશ આત્મોત્થ સુખ પ્રાપ્ત થાય છે તો સંપૂર્ણપણે સંસારના ભોગોનો ત્યાગ કરનારા તથા વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનમાં રક્ત રહેનાર જ્ઞાનીઓને સંપૂર્ણ આત્મોત્થ અતીન્દ્રિય સુખ થાય જ એમ માનવું સ્વાભાવિક છે. પાંચ ઇન્દ્રિયના વિષયો સુખનાં કારણ નથી પણ આકુળતા ઉત્પન્ન કરનાર હોવાથી અધિકપણે દુ:ખનાં કારણ છે, જે માણસ નીરોગ અને ચિંતા રહિત છે તેને વિષય સામગ્રી વિના પણ સુખ ભાસે છે. જે મહામુનિઓ શુદ્ધોપયોગરૂપ ધ્યાનમાં લીન છે તેઓને નિર્વ્યાકુળતા પ્રગટપણે દેખાય છે. તેઓ ઇન્દ્રાદિ દેવો કરતાં પણ અધિક સુખી છે. માટે સંસાર અવસ્થામાં પણ સુખનું કારણ અનાકુળતા છે. સિદ્ધ પરમાત્મામાં અનાકુળપણું સંપૂર્ણપણે પ્રગટ છે તેથી તેઓ મહાસુખી છે. જોકે તે સિદ્ધ ૫રમાત્મા દષ્ટિગોચર નથી, તોપણ અનુમાનથી જણાય છે કે સિદ્ધોમાં ભાવકર્મ, દ્રવ્યકર્મ તથા નોકર્મ નથી, વિષયોની પ્રવૃત્તિ નથી, કોઈ વિકલ્પ નથી; માત્ર અતીન્દ્રિય સુખ છે, તે જ ઉપાદેય છે. અન્ય સુખ દુઃખરૂપ જ છે. ચારે ગતિમાં જરાય સુખ નથી. આત્મિક સુખ તો સિદ્ધ ભગવાનને છે તથા મહામુનિઓમાં તેનો અંશ દેખાય છે. બાકી અન્ય જગત વાસનાઓમાં સુખ નથી. શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે अइसयमादसमुत्थं विसयातीदं अणोवममणंतं। अव्युच्छिण्णं च सुहं सुद्धुवओगप्पसिद्धाणं।। શુદ્ધોપયોગમાં રહેનારા મહાત્માઓનું સુખ અતિશયવાળું છે, આત્મજનિત છે, વિષય-વાસનાથી રહિત છે, અનુપમ છે, અનંત છે તથા અવિનાશી છે. ૯ મોક્ષનું સ્વરૂપ કહે છે जीवहँ सो पर मोक्खु मुणि जो परमप्पय-लाहु । कम्म-कलंक - विमुक्काहँ णाणिय बोल्लहिं साहु ।। १० ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૮ जीवानां तं परं मोक्षं मन्यस्व यः परमात्मलाभः। कर्मकलंकविमुक्तानां ज्ञानिनः ब्रुवन्ति साधवः।। १०।। કર્મ-કલંક વિમુક્તને, જે પરમાતમ પ્રાપ્ત; માન નિશ્ચયે મોક્ષ એ, કહે જ્ઞાની મુનિ આસ. ૧૦ કર્મરૂપી કલંકથી રહિત એવા જીવોને જે પરમાત્મ (પરમ પવિત્ર શુદ્ધ આત્મત્વ) સ્વરૂપની પ્રાપ્તિ થાય છે તેને જ નિયમથી તું મોક્ષ જાણ; એમ જ્ઞાનવાન મુનિઓ કહે છે. જે જીવો પુત્ર કલત્રાદિ સર્વ પર વસ્તુઓની મમતા ત્યાગીને તથા વિકલ્પોથી રહિત થઈને આત્મધ્યાનમાં લીન થાય છે તે જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, રાગદ્વેષાદિ ભાવકર્મ તથા શરીર આદિ નોકર્મરૂપ કલંકનો ક્ષય કરી પરમાત્મતત્ત્વને પામે છે, તે જ મોક્ષ છે એમ જ્ઞાનીઓ કહે છે. ૧૦ અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થવી તે મોક્ષનું ફળ છે दंसणु णाणु अणंत-सुहु समउ ण तुट्टइ जासु। सो पर सासउ मोक्ख-फलु बिज्जउ अत्थि ण तासु।।११।। दर्शनं ज्ञानं अनन्तसुखं समयं न त्रुट्यति यस्य। तत् परं शाश्वतं मोक्षफलं द्वितीयं अस्ति न तस्य।।११।। અનંત દર્શન, જ્ઞાન, સુખ, જેને સમય, ન નાશ; તે જ મોક્ષ ફળ શાશ્વતું અનન્ય લોકે ખાસ. ૧૧ જેનાં અનંત દર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ તથા અનંતવીર્ય એક સમય માત્ર પણ નાશ પામતાં નથી અર્થાત્ અખંડપણે નિરંતર રહે છે, તે જ નિયમથી મોક્ષનું શાશ્વત-અવિનાશી ફળ છે. તે સિવાય બીજું મોક્ષફળ નથી. અનંત જ્ઞાનાદિની પ્રાપ્તિ જ મોક્ષનું ફળ છે એમ જાણી તેને માટે સમસ્ત રાગાદિ ભાવોનો ત્યાગ કરી શુદ્ધાત્માની ભાવના કરવી જોઈએ. કારણ કે શુદ્ધ સહજાત્મસ્વરૂપની ભાવના જ મોક્ષફળમાં અનન્ય કારણ છે. ૧૧ મોક્ષમાર્ગનું વર્ણન કરે છે जीवहँ मोक्खहँ हेउ वरु दंसणु णाणु चरित्तु। ते पुणु तिण्णि वि अप्पु मुणि णिच्छएँ एहउ वुत्तु।।१२।। जीवानां मोक्षस्य हेतुः वरं दर्शनं ज्ञानं चरित्रम्। तानि पुनः त्रीण्यपि आत्मानं मन्यस्व निश्चयेन एवं उक्तम्।। १२ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #103 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૯ જીવોને શિવહેતુ વર દર્શન, જ્ઞાન, ચરિત; ત્રણેય તે ગણ આતમા, એ નિશ્ચયે ઉદિત. ૧૨ જીવોને મોક્ષનું ઉત્તમ કારણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યક્રચારિત્ર છે, અને તે ત્રણેય નિશ્ચયથી આત્મા છે એમ તું જાણ. આ પ્રમાણે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. ભેદરત્નત્રયરૂપ વ્યવહાર મોક્ષમાર્ગ સાધક છે અને અભેદ રત્નત્રયાત્મક નિશ્ચય મોક્ષમાર્ગ સાધ્ય છે. નિશ્ચય અને વ્યવહાર મોક્ષમાર્ગમાં સુવર્ણ તથા સુવર્ણ–પાષાણની સમાન સાધ્ય સાધકભાવ જાણવો જોઈએ. શ્રી દ્રવ્યસંગ્રહમાં કહ્યું છે કે सम्मइंसणणाणं चरणं मोक्खस्स कारणं जाणे। ववहारा णिच्छयदो तत्तियमइओ णिओ अप्पा।। સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર આ ત્રણેયને વ્યવહારથી મોક્ષનું કારણ તમે જાણો અને નિશ્ચયથી તો તે ત્રણેય એક પોતાનો આત્મા જ મોક્ષનું કારણ છે. ૧૨ પોતાનો શુદ્ધાત્મા જ મોક્ષમાર્ગ છે पेच्छइ जाणइ अणुचरइ अप्पिं अप्पउ जो जि। दंसणु णाणु चरित्तु जिउ मोक्खहँ कारणु सो जि।।१३।। पश्यति जानाति अनुचरति आत्मना आत्मानं य एव। दर्शनं ज्ञानं चारित्रं जीवः मोक्षस्य कारणं स एव।। १३।। જોવે, જાણે, અનુભવે, સ્વથી સ્વને જે તે જ; દર્શન જ્ઞાન ચરિત્ર જીવ, મોક્ષહેતુ ગણ એ જ. ૧૩ જે આત્મા આત્માને આત્મા વડે જુએ છે, જાણે છે તથા આચરણ કરે છે તે દર્શન જ્ઞાન અને ચારિત્રમાં પરિણમેલો આત્મા જ મોક્ષનું કારણ છે. જે સમ્યગ્દષ્ટિ જીવ પોતાના આત્માને આત્મા વડે નિર્વિકલ્પરૂપે દેખે છે અથવા તત્વાર્થશ્રદ્ધાનની અપેક્ષાએ ચંચળતા, મલિનતા તથા શિથિલતા આદિ દોષો તજી એક શુદ્ધાત્મા જ સર્વ રીતે ઉપાદેય છે એવી રુચિરૂપ જે નિશ્ચય કરે છે, વીતરાગ વસંવેદન લક્ષણવાળા જ્ઞાનથી શુદ્ધાત્માને જાણે છે તથા રાગાદિ ભાવોનો ત્યાગ કરી નિજ સ્વરૂપમાં સ્થિર થાય છે; તે નિશ્ચયમાં પરિણમેલો આત્મા જ મોક્ષનો માર્ગ છે. આ કથન સાંભળી શિષ્ય કહે છે કે હે ભગવાન્ તત્ત્વાર્થશ્રદ્ધાન રુચિરૂપ સમ્યગ્દર્શન મોક્ષમાર્ગ છે, એ તો બરાબર છે, પણ જે જુએ તે દર્શન એ મને સમજાતું નથી. જો દર્શન (દષ્ટિ)ને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #104 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯) મોક્ષમાર્ગ માનવામાં આવે તો તે વસ્તુદર્શન તો અભવ્ય જીવોને પણ હોય છે, તેથી તેઓને પણ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થશે. અને આગમમાં તેનો નિષેધ છે. તો તે આગમનો વિરોધ કેમ ટળે ? તે આપ મને યથાર્થપણે સમજાવો. ગુરુ તેનું સમાધાન કરે છે કે-અભવ્ય જીવોને દેખવારૂપ જે દર્શન છે તે માત્ર બાહ્યપદાર્થોનું છે, અંતરંગ આત્મતત્ત્વનું દર્શન તેઓને નથી, તેઓને મિથ્યાત્વ આદિ સાત પ્રકૃતિઓનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ નહિ હોવાથી શુદ્ધાત્મતત્ત્વની શ્રદ્ધા, રુચિ તથા પ્રતીતિ નથી, તેથી સમ્યગ્દર્શન નથી, અને ચારિત્રમોહનીયનો ઉદય હોવાથી વીતરાગ ચારિત્રરૂપ નિર્વિકલ્પ શુદ્ધાત્મસત્તાઅવલોકન પણ નથી. નિશ્ચયથી અભેદ રત્નત્રયમાં પરિણમેલો પોતાનો શુદ્ધ સહજાત્મા જ મોક્ષમાર્ગ છે-આ જ અર્થની પોષક ગાથા દ્રવ્યસંગ્રહમાં પણ છે. रयणत्तयं ण वट्टइ अप्पाणं मुइत्तु अण्णदवियम्हि। तम्हा तत्तियमइओ होदि हु मोक्खस्स कारणं आदा।। રત્નત્રય-સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર, આત્મદ્રવ્યને મૂકીને અન્ય દ્રવ્યમાં હોતાં નથી તેથી તે ત્રણમય આત્મા જ મોક્ષનું કારણ છે. ૧૩ ભેદ રત્નત્રયાત્મક વ્યવહાર મોક્ષમાર્ગ કહે છે जं बोल्लइ ववहार-णउ दंसणु णाणु चरित्तु। तं परियाणहि जीव तुहुँ जें परु हो हि पवित्तु।।१४।। यद् ब्रूते व्यवहारनयः दर्शनं ज्ञानं चरित्रम्। तत् परिजानीहि जीव त्वं येन परः भवसि पवित्रः ।। १४ ।। જે વ્યવહાર નયે કહ્યાં, દર્શન જ્ઞાન ચરિત્ર; તે જીવ, જાણ તું જેથી થાયે પરમ પવિત્ર. ૧૪ હે જીવ, વ્યવહારનય જે જ્ઞાનદર્શન ચારિત્રને કહે છે, તેને તું વ્યવહાર રત્નત્રય જાણ કે જેથી તું પરમ પવિત્ર પરમાત્મા થાય. હે જીવ, તત્ત્વાર્થની સમ્યકશ્રદ્ધા, શાસ્ત્રોનું જ્ઞાન અને અશુભ ક્રિયાઓના ત્યાગરૂપ, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર એ વ્યવહાર મોક્ષમાર્ગને તું જાણ. કારણ કે એ વ્યવહાર મોક્ષમાર્ગ નિશ્ચય મોક્ષમાર્ગનો સાધક છે. પોતાના શુદ્ધાત્માની સમ્યક શ્રદ્ધા, જ્ઞાન તથા અનુષ્ઠાનરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ છે અથવા વ્યવહાર મોક્ષમાર્ગ સાધક છે અને નિશ્ચય મોક્ષમાર્ગ સાધ્ય છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે નિશ્ચય મોક્ષમાર્ગ નિર્વિકલ્પ છે તેથી તે સમયે સવિકલ્પ મોક્ષમાર્ગ ન હોય તો પછી વ્યવહાર મોક્ષમાર્ગ નિશ્ચય મોક્ષમાર્ગનો સાધક શી રીતે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૯૧ હોઈ શકે? આચાર્યશ્રી તેનું સમાધાન કરે છે કે, આ જીવ અનાદિકાલથી વિષય-કષાયોથી મલિન થઈ રહ્યો છે, વ્યવહાર સાધન વિના તે નિર્મળ થઈ શકતો નથી. જ્યારે મિથ્યાત્વ, અવ્રત, કષાયાદિની ક્ષીણતા થવાથી આત્મા, સદ્દેવ, સદ્ગુરુ તથા સદ્ધર્મની શ્રદ્ધા કરે, તત્ત્વોને યથાર્થ જાણે, અશુભ ક્રિયાને ટાળે ત્યારે અધ્યાત્મનો અધિકારી થાય છે. જેમ મલિન વસ્ત્રને સાફ કરવાથી તે રંગવા યોગ્ય થાય છે તેમ વિષય-કષાયાદિના ત્યાગરૂપ વ્યવહારથી નિશ્ચય મોક્ષમાર્ગને યોગ્ય થાય છે. મોક્ષમાર્ગ બે પ્રકારના છે. એક વ્યવહાર મોક્ષમાર્ગ, બીજો નિશ્ચય મોક્ષમાર્ગ છે. નિશ્ચય સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. અને વ્યવહાર પરંપરાએ મોક્ષમાર્ગ છે. નિશ્ચય મોક્ષમાર્ગ પણ સવિકલ્પ, નિર્વિકલ્પના ભેદથી બે પ્રકારે છે. હું અનંતજ્ઞાનરૂપ છું ઇત્યાદિ સવિકલ્પ મોક્ષમાર્ગ સાધક છે તથા જ્યાં કંઈ ચિંતવન નથી, બોલવાપણું નથી, બીજી કોઈ ચેષ્ટા નથી તે નિર્વિકલ્પ સમાધિરૂપ સાધ્ય છે. સવિકલ્પ-નિર્વિકલ્પ મોક્ષમાર્ગના સંબંધમાં તત્ત્વસારમાં આ ગાથા આપી છે जं पुण सगयं तच्वं सवियप्पं होइ तह य अवियप्पं । सवियप्पं सासवयं णिरासवं विगयसंकप्पं।। આત્મતત્ત્વ સવિકલ્પ નિર્વિકલ્પના ભેદથી બે પ્રકારનું છે. તેમાં સવિકલ્પ આસ્રવ સહિત છે અને નિર્વિકલ્પ આસ્રવ રહિત છે. ૧૪ વ્યવહાર મોક્ષમાર્ગનું કથન કરે છે दव्वइँ जाणइ जहठियइँ तह जगि मण्णइ जो जि । अप्पहँ केरउ भावडउ अविचलु दंसणु सो जि ।। १५ ।। द्रव्याणि जानाति यथास्थितानि तथा जगति मन्यते य एव । આત્મન: સંવન્દી ભાવ: અવિવા: વર્શનં સવા ?′′ || દ્રવ્ય યથાસ્થિત જાણીને, શ્રદ્ધે જગમાં જે; અવિચળ આત્મ સંબંધી એ, ભાવ જ દર્શન તેહ. ૧૫ જગતમાં જીવાદિ દ્રવ્યોને જે યથાસ્થિત, જેમ છે તેમ, જાણે છે તથા તે જ પ્રમાણે શ્રદ્ધા કરે છે, તે આત્માનો નિશ્ચળ ભાવ ચળ મલિન તથા અવગાઢ દોષરહિત આત્મભાવ-સમ્યગ્દર્શન છે. પોતાનો શુદ્ધ સહજાત્મા જ ઉપાદેય છે એવી રુચિરૂપ નિશ્ચય સમ્યક્ત્વ છે, તેનું કારણ વ્યવહાર સમ્યક્ત્વ છે. સાચા દેવ, ગુરુ તથા શાસ્ત્રની પચ્ચીસ દોષ રહિત સાચી શ્રદ્ધાને વ્યવહાર સમ્યક્ત્વ કહે છે. સમ્યક્ત્વ જીવનો સ્વભાવ છે. આ સમ્યગ્દર્શન ચિંતામણિ છે, કલ્પવૃક્ષ છે તથા કામધેનુ છે એમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #106 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates માની ભોગોની આકાંક્ષાદિરૂપ સમસ્ત વિકલ્પસમુદાય વર્જવા યોગ્ય છે. કહ્યું છે કે हस्ते चिन्तामणिर्यस्य गृहे यस्य सुरद्रुमः। कामधेनुर्धनं यस्य तस्य का प्रार्थना परा।। જેના હાથમાં ચિંતામણિ છે, ઘેર કલ્પવૃક્ષ છે તથા જેનું કામધેનુ ધન છે, તેને અન્ય પ્રાર્થના કરવાની શી જરૂર? તેમ જેની પાસે સમ્યકત્વ છે તે જીવને બીજા પદાર્થોની આવશ્યકતા શી? ૧૫ दव्वहँ जाणहि ताहँ छह तिहुयणु भरियउ जेहिं। आइ-विणास-विवज्जियहिं णाणिहि पभणियएहिं।। १६ ।। द्रव्याणि जानीहि तानि षट् त्रिभुवनं भृतं यैः। आदिविनाशविवर्जितैः ज्ञानिभिः प्रभणितैः।। १६ ।। જાણ દ્રવ્ય એ છ રહ્યાં, ત્રિભુવન જેથી ભરેલ; આદિ અંત રહિત એ, જ્ઞાનીગણે કહેલ. ૧૬ જે છ દ્રવ્યો વડે આ ત્રણે લોક ભરેલા છે તે દ્રવ્યોને તું જાણ. જ્ઞાનીઓએ તે દ્રવ્યોને આદિ તથા અંત રહિત કહ્યાં છે. આ લોક છ દ્રવ્યોથી પરિપૂર્ણ છે, અનાદિનિધન છે તથા એનો કોઈ કર્તા એટલે બનાવનાર પણ નથી તેમ જ કોઈ નાશ કરનાર પણ નથી. સ્વભાવથી આ પ્રમાણે છે. જોકે છ દ્રવ્યોની શ્રદ્ધાને વ્યવહારથી સમ્યકત્વ કહ્યું છે તો પણ શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધાત્માનુભૂતિરૂપ વીતરાગ સમ્યત્વનું કારણ નિત્ય આનંદ સ્વભાવવાળો એવો નિજ શુદ્ધસહજાત્મા જ છે તે ઉપાદેય છે. ૧૬ છ દ્રવ્યોનાં નામ કહે છે जीउ सचेयणु दव्वु मुणि पंच अचेयण अण्ण। पोग्गलु धम्माहम्मु णहु कालें सहिया भिण्ण।।१७।। जीवः सचेतनं द्रव्यं मन्यस्व पञ्च अचेतनानि अन्यानि। पुद्गलः धर्माधर्मी नभः कालेन सहितानि भिन्नानि।।१७।। જીવ સચેતન દ્રવ્ય ગણ, પાંચ અચેતન અન્ય; પુદ્ગલ ધર્માધર્મ નભ, કાલ સહિત વિભિન્ન. ૧૭ હે શિષ્ય, છ દ્રવ્યોમાં એક જીવ સચેતન દ્રવ્ય છે એમ તું જાણ, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #107 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અને બાકીનાં પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ પાંચ દ્રવ્યો અચેતન છે, તે જીવદ્રવ્યથી ભિન્ન તથા પોતપોતાનાં લક્ષણથી પરસ્પર જુદા જુદા છે. કાલ સિવાય પાંચ દ્રવ્યો અસ્તિકાય કહેવાય છે. સરાગ તથા વીતરાગના ભેદથી સમ્યકત્વ બે પ્રકારે છે. પ્રથમ, સંવેગ, અનુકંપા અને આસ્તિકય લક્ષણવાળું સરાગ સમ્યકત્વ છે, તેને વ્યવહાર સમ્યકત્વ પણ કહે છે. છ દ્રવ્યોની યથાર્થ શ્રદ્ધાથી વ્યવહાર સમ્યકત્વ થાય છે, વીતરાગ ચારિત્રની સાથે રહેવાવાળું, નિજ શુદ્ધાત્માનુભૂતિ લક્ષણવાળું વીતરાગ સમ્યકત્વ છે, તે જ નિશ્ચય સમ્યકત્વ કહેવાય છે. શિષ્ય અહીં પ્રશ્ન કરે છે કે પોતાનો શુદ્ધ આત્મા જ ઉપાદેય છે એવી રુચિવાળા નિશ્ચય સમ્યકત્વનું આપે અનેકવાર પ્રતિપાદન કર્યું છે, અને અત્યારે આપ એમ કહો છો કે વીતરાગ ચારિત્ર સહિત નિશ્ચય સમ્યકત્વ હોય છે. તો પૂર્વાપર વિરોધ કેમ ન ગણાય? (પ્રશ્ન વિશેષ સ્પષ્ટ કરે છે) નિજ શુદ્ધસહજામા જ ઉપાય છે એવી રુચિરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન તો ગૃહસ્થાશ્રમમાં શ્રી તીર્થંકર પરમદેવ, ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી અને રામ પાંડવાદિ મહાપુરુષોને હોય છે. પણ ત્યાં વીતરાગ ચારિત્ર હોતું નથી. જો તેઓને વીતરાગ ચારિત્ર માનીએ તો ગૃહસ્થપણું બની શકે નહિ. આ પ્રકારના વિરોધને કેમ ટાળવો? તે આપ કહો. સદ્ગુરુદેવ સમાધાન કરે છે કે તે મહાપુરુષોને નિજ શુદ્ધસહુજાત્મા જ ગ્રહણ યોગ્ય છે એવી ભાવનારૂપ નિશ્ચય સમ્યગ્દર્શન તો ગૃહસ્થાશ્રમમાં હોય છે. પણ ચારિત્ર-મોહના ઉદયને લીધે સ્થિરતા નથી. જ્યાં સુધી તેઓ સંયમ ધારણ કરતા નથી ત્યાં સુધી અસંયમી કહેવાય છે. - જ્યારે શુદ્ધાત્માની અખંડ ભાવના રહેતી નથી ત્યારે તેઓ અરહંતાદિની ભક્તિ કરે છે, સ્તવન કરે છે, ચરિત્ર તથા પુરાણાદિ શાસ્ત્રો સાંભળે છે. વિષય-કષાયરૂપ દુર્ગાનને રોકવા અર્થે તથા સંસારની સ્થિતિ અલ્પ કરવા તે પુરુષો આચાર્ય-ઉપાધ્યાય તથા સાધુ આદિ મહાપુરુષોને દાન આપે છે, પૂજે છે તથા અનેક પ્રકારની શુભ ક્રિયાઓ કરે છે, માટે શુભરાગના સંબંધથી સરાગ સમ્યગ્દષ્ટિ કહેવાય છે. અને તેમને નિશ્ચય સમ્યકત્વ પણ કહેવાય છે, કારણ કે વીતરાગ ચારિત્રની સાથે રહેવાવાળા નિશ્ચય સમ્યકત્વનું પરંપરાએ તે કારણ છે. વસ્તુતાએ ગૃહસ્થાવસ્થામાં જે સમ્યકત્વ છે તે સરાગ સમ્યકત્વ અથવા વ્યવહાર સમ્યકત્વ છે, એમ ભાવાર્થ છે. ૧૭ જીવાદિ છ દ્રવ્યોનાં પ્રત્યેકનાં લક્ષણ કહે છે मुत्ति विहूणउ णाणमउ परमाणंद-सहाउ। णियमिं जोइय अप्पु मुणि णिच्चु णिरंजणु भाउ।। १८ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #108 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ८४ मर्तिविहीनः ज्ञानमयः परमानन्दस्वभावः। नियमेन योगिन् आत्मानं मन्यस्व नित्यं निरञ्जनं भावम्।। १८ ।। યોગિન, અમૂર્ત જ્ઞાનમય, પરમાનંદ-સ્વભાવ; નિયમે આત્મા માન તું, નિત્ય નિરંજન ભાવ. ૧૮ હે યોગી, મૂર્તિથી રહિત-અમૂર્તિક, જ્ઞાનમય, પરમાનંદ સ્વભાવવાળા, નિત્ય નિરંજન તથા ભાવસ્વરૂપ એવા આત્માને નિયમથી તું જાણ. આત્મામાં સ્પર્શ, રૂપ, રસ અને ગંધ નથી, માટે તે અમૂર્તિક છે. લોકાલોકપ્રકાશક તથા કમ, કારણ અને વ્યવધાનથી રહિત એવું જ કેવલજ્ઞાન, તેથી આત્મા સહિત છે તેથી જ્ઞાનમય છે. વીતરાગ પરમાનંદ એકરૂપ સુખામૃતના આસ્વાદથી સમરસીભાવમાં પરિણમેલો હોવાથી આત્મા પરમાનંદ સ્વભાવવાળો છે. ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવવાળો હોવાથી આત્મા નિત્ય છે; ભાવરૂપ છે, ઉત્કૃષ્ટ પદાર્થ છે, અભાવરૂપ નથી તથા મિથ્યાત્વ રાગાદિરૂપ અંજનનો અભાવ થવાથી આત્મા નિરંજન છે. આ પ્રમાણે આત્માને તું યથાર્થપણે જાણ. ઉપરોક્ત ગુણોવાળો આત્મા ઉપાદેય છે. શેષ સર્વ ય છે. ૧૮ पुग्गल छव्विहु मुत्तु वढ इयर अमुत्तु वियाणि। धम्माधम्मु वि गयठियहँ कारणु पभणहिं णाणि।।१९।। पुद्गलः षड़विध; मूर्तः वत्स इतराणि अमूर्तानि विजानीहि। धर्माधर्ममपि गतिस्थित्योः कारणं प्रभणन्ति ज्ञानिनः ।। १९ ।। પુદ્ગલ કવિધ મૂર્ત એ, અન્ય અમૂર્તિક જાણ; ધર્માધર્મ ગતિસ્થિતિ હેતુ કહે સુજાણ. ૧૯ હે વત્સ, પુદગલ દ્રવ્ય છ પ્રકારે છે તથા તે મૂર્તિક છે, બીજાં દ્રવ્યો અમૂર્ત છે એમ તું જાણ. ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય જીવ પુદ્ગલની ગતિ તથા સ્થિતિમાં ઉદાસીનપણે સહાયક છે એમ કેવલી ભગવાન કહે છે. બાદરબાદર, બાદર, બાદરસૂક્ષ્મ, સૂક્ષ્મબાદર, સૂક્ષ્મ અને સૂક્ષ્મસૂક્ષ્મ એમ પુદ્ગલના છ ભેદ છે. કહ્યું છે કે पुढवी जलं च छाया चउरिदियविसय कम्मपाउग्गा। कम्मातीदा एवं छब्भेया पुग्गला होति।। પૃથ્વી, પાણી, છાયા, આંખ સિવાયના ચાર ઇન્દ્રિયના વિષયો, કર્મવર્ગણા તથા પરમાણુ એમ છ વસ્તુઓથી પુદ્ગલના છ ભેદ સમજી લેવા જોઈએ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૃથ્વી પથ્થર આદિ બાદરબાદર પુદગલ છે, જળ, ઘી આદિ બાદર છે. છાયા, તડકો, ચંદ્રની ચાંદની આદિ બાદરસૂક્ષ્મ કહેવાય છે. આંખ સિવાયના ચાર ઇન્દ્રિયના વિષયો, જેમકે રસ ગંધ આદિ સૂક્ષ્મબાદર છે, કર્મવર્ગણાઓ સૂમ પુદ્ગલોમાં સમાવેશ પામે છે અને પરમાણુ સૂક્ષ્મસૂક્ષ્મ કહેવાય છે. જોકે વજવૃષભનારા સહુનનરૂપ પુગલ દ્રવ્ય મુક્તિગમનકાલમાં સહકારી કારણ થાય છે, અને અધર્મદ્રવ્ય લોકાગ્રે સ્થિતિ કરીન રક્ષા જીવન સ્થિતિમાં સહકારી કારણ છે, આકાશદ્રવ્ય અવકાશદાન આપવામાં સહાયક છે છતાં અનંત સિદ્ધ પરમાત્માઓ નિશ્ચયથી પોતાના સ્વભાવમાં જ સ્થિતિ કરીને રહેલા છે. તેમને પરદ્રવ્યનું કંઈ પણ પ્રયોજન નથી. જોકે અનેક મુક્તાત્માઓ એકત્ર રહે છે તોપણ પ્રત્યેક આત્મા પોતપોતાના પ્રદેશે કરી ભિન્ન છે અને પોતપોતાનું સુખ અનુભવ્યા કરે છે. પરસ્પર મળી જતા નથી. પુલાદિ પાંચે દ્રવ્ય નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ પોતપોતાનું દ્રવ્ય છે. ૧૯ આકાશ દ્રવ્યનું લક્ષણ કહે છે दव्वइँ सयलइँ वरि ठियइँ णियमें जासु वसंति। तं णहु दव्यु वियाणि तुहुँ जिणवर एउ भणंति।।२०।। द्रव्याणि सकलानि उदरे स्थितानि नियमेन यस्य वसन्ति। तत् नभ: द्रव्यं विजानीहि त्वं जिनवरा एतद् भणन्ति।। २०।। જેના ઉદર વસે ખરે, સર્વ દ્રવ્ય સંસ્થિત; તે નભ દ્રવ્ય તું જાણ જે જિનવરદેવ કથિત. ૨૦ જેની અંદર સર્વ પદાર્થો આધાર કરીને નિયમથી રહે છે તેને તું આકાશ દ્રવ્ય જાણ, એમ ભગવાન જિનેન્દ્ર કહે છે. લોકાકાશ આધાર છે અને દ્રવ્યો આધેય છે. જોકે સમસ્ત પદાર્થો આકાશમાં એક ક્ષેત્રાવગાહપણે રહેલાં છે, તોપણ તેઓ આત્માથી અત્યંત ભિન્ન છે, માટે ત્યાગવા યોગ્ય છે અને આત્મા જ સાક્ષાત્ આરાધવા યોગ્ય છે, કારણ કે તે જ અનંત સુખસ્વરૂપ અવિનાશી અને અનંત જ્ઞાનવાન છે. ૨૦ કાલ દ્રવ્યનું સ્વરૂપ કહે છે काल मुणिज्जहि दव्वु तुहुँ वट्टण-लक्खणु एउ। रयणहँ रासि विभिण्ण जिम तसु अणुयहँ तह भेउ।।२१।। कालं मन्यस्व द्रव्यं त्वं वर्तनालक्षणं एतत्। रत्नानां राशिः विभिन्नः यथा तस्य अणूनां तथा भेदः।। २१ ।। જાણ વર્તના લક્ષણે, કાળ દ્રવ્ય પણ જેહુ; રત્નરાશિ સમ ભિન્ન સૌ, કાલઅણ ગણ એહ. ૨૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #110 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૬ વર્તના લક્ષણવાળા એવા કાલદ્રવ્યને પણ તું જાણ. જેમ રત્નોના ઢગલામાં રત્નો જુદા જુદા રહેલાં છે તેમ તે કાલદ્રવ્યના અણુઓ છે, એટલે એક કાલાણુ બીજા કાલાણુથી મળતો નથી. પોતાની મેળે પરિણમતાં દ્રવ્યોને જે બહિરંગ સહકારી કારણ છે તે વર્તના છે. તે વર્તના કાલનું લક્ષણ છે. જોકે દ્રવ્ય પોતે પરિણમે છે પણ તેમાં બાહ્ય કારણની જરૂર હોય છે, જેમ કુંભારનો ચાક ફરે છે પણ તેમાં નીચેની ખીલી ચાક ફરવામાં સહાયક હોય છે, તેમ દ્રવ્યોના પરિવર્તનમાં કાલ સહાયક થાય છે. તે કાલદ્રવ્ય અસંખ્યાત જુદા જુદા કાલાણુઓ રૂપે છે. અહીં કોઈ શંકા કરે છે કે સમય જ નિશ્ચયકાલ છે. અન્ય કોઈ નિશ્ચયકાલ નામવાળું કાલદ્રવ્ય નથી. અર્થાત્ સમયને જ મૂળ દ્રવ્ય માનો. કાલદ્રવ્ય માનવાની શી આવશ્યકતા છે? આચાર્યશ્રી તેનું સમાધાન કરે છે કેસમય તે કાલદ્રવ્યનો પર્યાય છે, કારણ કે તે વિનાશ પામે છે. શ્રી પંચાસ્તિકાયમાં સમયનું નાશપણું બતાવ્યું છે “સમનો ૩UUU[પદ્ધતી” અર્થાત્ સમય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. આ કથનથી એમ જણાય છે કે સમય એ પર્યાય (અવસ્થા) છે. દ્રવ્ય વિના પર્યાયનો સંભવ હોય નહિ. તો સમય કોનો પર્યાય છે? એમ વિચારીએ ત્યારે સમય પુદ્ગલનો પર્યાય થઈ શકે નહિ. કારણ કે જો તે પુદ્ગલનો પર્યાય હોય તો મૂર્તિકપણાનો પ્રસંગ આવે, પણ સમય તો અમૂર્તિક છે. માટે સમય જેનો પર્યાય છે એવું કાલદ્રવ્ય છે. પુદગલપરમાણુ આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશે ગમન કરે અને તેમાં જેટલો વખત થાય તેને સમય કહેવામાં આવે છે અને તે સમય પર્યાય કાલદ્રવ્યનો છે. તે પુદગલપરમાણુના નિમિત્તે થાય છે. નેત્રોનું ઊઘડવું તથા બંધ થવું તેથી નિમેષ પર્યાય થાય છે, જળ પાત્ર તથા હસ્તદિન વ્યાપાર (ક્રિયા)થી ઘટિકા (ઘડા) થાય છે. અને સૂર્યબિંબના દર્શનથી-ઊગવાથી દિવસ થાય છે. એ પર્યાયો કાલદ્રવ્યના છે. પણ પુદ્ગલ એમાં નિમિત્ત કારણ છે. મૂળ કારણ નથી. મૂળ કારણ કાલ છે. જો ઉક્ત પર્યાયોનું મૂળ કારણ પુદ્ગલ હોય તો પુદ્ગલની સમાન સમયાદિ પર્યાયો પણ મૂર્તિક ગણાય. પણ સમય અમૂર્તિક છે, કાલના પર્યાય છે. સમય પોતે દ્રવ્ય નથી. કાળ-દ્રવ્ય અણુરૂપ, અમૂર્તિક અને અવિનાશી છે, પણ સમયાદિ પર્યાય વિનશ્વર છે, દ્રવ્યમાં જ અવિનાશીપણું હોય છે, પણ પર્યાય નાશવાન છે, તે અવિનાશી નથી. માટે સમયાદિ કાલદ્રવ્યના પર્યાય છે પણ પુગલના પર્યાય નથી એમ જાણવું જોઈએ. પુદગલ પર્યાય મૂર્તિક છે. શુદ્ધબુદ્ધ એક સ્વભાવવાળો આત્મા જ સર્વથા ઉપાદેય છે અને કાલદ્રવ્ય આત્માથી ભિન્ન હોવાથી હેય છે. ૨૧ ધર્મ, અધર્મ તથા આકાશ એક એક દ્રવ્ય છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #111 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૭ जीउ वि पुग्गलु कालु जिय ए मेल्लेविण दव्व। इयर अखंड वियाणि तुहुँ अप्प-पएसहि सव्व।। २२।। जीवोऽपि पुद्गलः कालः जीव एतानि मुक्त्वा द्रव्याणि। इतराणि अखण्डानि विजानीहि त्वं आत्मप्रदेशैः सर्वाणि।। २२।। જીવ, પુદ્ગલ ને કાલ એ, ત્રણ વિણ જે ત્રણ અન્ય; સ્વરૂપ્રદેશે સર્વ એ, જાણ અખંડિત દ્રવ્ય. ૨૨ હે ભવ્યાત્મા, જીવ પુદ્ગલ અને કાલ આ ત્રણ દ્રવ્યો સિવાય બાકીનાં સર્વ દ્રવ્યો પોતાના પ્રદેશોથી અખંડિત છે, એમ તું જાણ. જીવ દ્રવ્ય ગણના-અપેક્ષાએ જુદા જુદા અનંત છે. અર્થાત્ અનંત જીવ દ્રવ્ય છે. પુદ્ગલો તેના કરતાં પણ અનંતગણો છે, અને કાલાણુ અસંખ્યાત છે, ધર્મદ્રવ્ય અધર્મદ્રવ્ય તથા આકાશદ્રવ્ય એક એક તથા લોકવ્યાપી છે. ધર્મ અને અધર્મ દ્રવ્યો અસંખ્યાત પ્રદેશી છે. આકાશ અલોક અપેક્ષાએ અનંત પ્રદેશી છે તથા લોકઅપેક્ષાએ અસંખ્યાતપ્રદેશી છે. એક દ્રવ્યના પ્રદેશો બીજા દ્રવ્યમાં ભળતા નથી, પોતપોતાના દ્રવ્યમાં રહે છે. આ છ દ્રવ્યોમાં શુદ્ધ જીવદ્રવ્ય જ ઉપાદેય છે. શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ બધા જીવો ઉપાય છે. પણ વ્યક્તિ (શુદ્ધ સ્વરૂપની પ્રગટતા)ની અપેક્ષાએ પંચ પરમેષ્ઠી ઉપાદેય છે, તેમાં પણ વિશેષપણે અરિહંત અને સિદ્ધ ઉપાદેય છે, તે બન્નેમાં સિદ્ધ પરમાત્મા જ ગ્રહણ યોગ્ય છે અને નિશ્ચયથી તો મિથ્યાત્વ રાગાદિ વિભાવ ભાવની નિવૃત્તિના સમયે પોતાનો શુદ્ધસહુજઆત્મા જ ઉપાદેય છે, એમ જાણવું જોઈએ. રર જીવ અને પુદ્ગલ સક્રિય છે, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ નિષ્ક્રિય છે दव्व चयारि वि इयर जिय गमणागमण-विहीण। जीउ वि पुग्गलु परिहरिवि पभणहिं णाणपवीण।।२३।। द्रव्याणि चत्वारि अपि इतराणि जीव गमनागमनविहीनानि। जीवमपि पुद्गलं परिहृत्य प्रभणन्ति ज्ञानप्रवीणाः ।। २३ ।। ચાર દ્રવ્ય જીવ, અન્ય જે, પુદગલ જીવ વિહીન; ગમનાગમન રહિત તે, ભાખે જ્ઞાન-પ્રવીણ. ૨૩ હે જીવ, જીવ અને પુદ્ગલ સિવાય બીજાં ચાર દ્રવ્યો–એટલે ધર્મ, અધર્મ, આકાશ અને. કાલ, ગમન આગમનાદિ ક્રિયારહિત છે એમ જ્ઞાનપ્રવીણ એવા જ્ઞાની પુરુષો કહે છે. સંસાર અવસ્થામાં આ જીવને એક ગતિમાંથી બીજી ગતિમાં લઈ જવામાં કારણ કર્મ નોકર્મ જાતિનાં પુગલો છે. કર્મ-નોકર્મનો અભાવ થવાથી સિદ્ધ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #112 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates - ૯૮ આત્માઓ નિષ્ક્રિય છે, અર્થાત્ તેઓ ગમનાગમન કરતા નથી. પુદ્ગલ સ્કંધોના ગમનનું બહિરંગ નિમિત્તે કાલાણુરૂપ કાલદ્રવ્ય છે. ભાવાર્થ કે સમયરૂપ વ્યવહારકાલની ઉત્પત્તિમાં મંદગતિરૂપે પરિણમેલ અવિભાગી પુદ્ગલપરમાણુ કારણ થાય છે. સમયરૂપ વ્યવહારકાલનું ઉપાદાન કારણ નિશ્ચય કાલદ્રવ્ય છે. પુદ્ગલપરમાણુ બહિરંગ કારણ છે. ઉપાદાન કારણ પુદગલપરમાણુ નથી. સમયાદિ વ્યવહારકાલનું મૂળ કારણ નિશ્ચય કાલાણુરૂપ કાલદ્રવ્ય છે, સમય કાલદ્રવ્યનો પર્યાય છે. પુદ્ગલ પરમાણુની મંદગતિમાં બહિરંગ નિમિત્ત કારણ છે પણ ઉપાદાન કારણ નથી. પુદ્ગલ પરમાણુ આકાશના પ્રદેશમાં મંદગતિથી ગમન કરે છે. તે જો શીધ્ર ગતિથી ગમન કરે તો એક સમયમાં ચૌદ રાજુ જાય છે. જેમ ઘટ પર્યાયની મૂળ ઉત્પત્તિમાં કારણ માટી છે અને બાહ્યકારણ કુંભાર છે તેમ સમય પર્યાયની ઉત્પત્તિમાં મૂળ કારણ તો કાલાણુરૂપ નિશ્ચયકાલ છે અને બાહ્ય નિમિત્તકારણ પુદ્ગલ પરમાણુ છે. જોકે પરમાણુની મંદગતિના સમયે ધર્મદ્રવ્ય સહાયક છે, તોપણ કાલાણુરૂપ નિશ્ચય કાલદ્રવ્ય સહકારીકરણ થાય છે. અત્રે કોઈ પ્રશ્ન કરે છે કે ગમનમાં ધર્મદ્રવ્ય સહાયક હોય છે અને આપ કાલને શા માટે સહાયક કહો છો? તેનું સમાધાન કે સહાયક કારણ ઘણાં પણ હોય છે અને ઉપાદાન કારણ એક હોય છે. પોતપોતાના ગુણ પર્યાયમાં ઉપાદાન કારણ પોતે છે. બીજાં દ્રવ્યો નહિ. માછલીઓની ગતિમાં સહાયક ધર્માસ્તિકાય છે, છતાં પાણી પણ ગતિમાં સહાયક છે. અર્થાત્ એક કાર્યમાં ઘણાં કારણો પણ હોય છે. ધર્મદ્રવ્ય છતાં જીવોની ગતિમાં કર્મ-નોકર્મ પણ સહાયક થાય છે. પુદ્ગલોની ગતિમાં પણ કાલદ્રવ્ય સહકારી કારણ થાય છે. પંચાસ્તિકાયમાં શ્રીકુંદકુંદાચાર્યે કહ્યું છે કે जीवा पुग्गलकाया सह सक्किरिया हवंति ण य सेसा। पुग्गलकरणा जीवा खंदा खलु कालकरणहिं।। જીવ અને પુદગલો દિયાવાન દ્રવ્ય છે. બાકીના દ્રવ્યો ક્રિયાવાન નથી. પુદગલને કારણે જીવ ક્રિયાવાન છે અને કાલરૂપ કારણને લીધે-પુદગલ દ્રવ્ય ક્રિયાવાન છે. નિશ્ચયથી જીવ હલન-ચલન ક્રિયાથી રહિત જ છે. यावत्क्रियाः प्रवर्तन्ते तावद द्वैतस्य गोचरः। अद्वये निष्कले प्राप्ते निःक्रियस्य कुतः क्रिया।। જ્યાં સુધી આ જીવને હલન-ચલનાદિ ક્રિયા છે, એક ગતિથી બીજી ગતિમાં જવાનું છે ત્યાં સુધી બીજાં દ્રવ્યોનો સંબંધ છે. જ્યારથી તેને અન્ય દ્રવ્યનો સંબંધ છૂટી ગયો અને તે અદ્વિત થયો ત્યારથી તે નિષ્કલ અર્થાત્ શરીરરહિત નિષ્ક્રિય છે, તેથી તેને હલન-ચલનાદિ ક્રિયા કયાંથી હોઈ શકે ? અર્થાત્ સંસારી જીવને કર્મના સંબંધથી ગમનાગમન છે, સિદ્ધ ભગવાન કર્મરહિત, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #113 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૯ નિષ્ક્રિય છે તેથી તેમને ગમનાગમન ક્રિયા કદી સંભવે નહિ. ૨૩ પંચાસ્તિકાયમાં કોને કેટલા પ્રદેશો છે તે કહે છે धम्माधम्म वि एक्कु जिउ जि असंख-पदेस। गयणु अणंत-पएसु मुणि बहु-विह पुग्ग्ल-देस।।२४।। धर्माधर्मी अपि एक जीवः एतानि एव असंख्यप्रदेशानि। गगनं अनन्तप्रदेशं मन्यस्व बहुविधाः पुद्गलदेशाः।। २४ ।। ધર્મ અધર્મ જીવ એક એ, અસંખ્ય પ્રદેશ પ્રમાણ; ગગન-પ્રદેશ અનંત ને, મુગલ બહુવિધ જાણ. ૨૪ ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને જીવદ્રવ્ય એમ પ્રત્યેક દ્રવ્યને તું અસંખ્યાત પ્રદેશવાળું માન, આકાશદ્રવ્ય અનંત પ્રદેશી છે અને પુદગલના પ્રદેશો અનેક પ્રકારે છે. પરમાણુ તો એક પ્રદેશી છે. અને સ્કંધ સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી તથા અનંત પ્રદેશી પણ હોય છે. જગતમાં ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે તથા તે અસંખ્યાત પ્રદેશ છે, અધર્માસ્તિકાય પણ એક દ્રવ્ય છે અને તે પણ અસંખ્યાત પ્રદેશ છે. જીવદ્રવ્યો અનંત છે અને એક એક જીવને અસંખ્યાત પ્રદેશ છે. આકાશ દ્રવ્ય એક તથા અનંત પ્રદેશી છે. પુદ્ગલ દ્રવ્ય એક પ્રદેશથી લઈને અનંત પ્રદેશ સુધીનું હોય છે. એક પરમાણુ એક પ્રદેશી છે અને જેમ જેમ તેમાં પરમાણુઓ ભળતા જાય છે તેમ તેમ પ્રદેશોની વૃદ્ધિ થાય છે, અર્થાત્ કોઈ પુગલ સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી તથા અનંત પ્રદેશી પણ હોય છે. અનંત પરમાણુઓ મળવાથી અનંત પ્રદેશવાળું પુદ્ગલ બને છે. બીજાં દ્રવ્યોના તો વિસ્તારરૂપ પ્રદેશ છે અને પુગલના સ્કંધરૂપ પ્રદેશ છે. પુદ્ગલના કથનમાં પ્રદેશ શબ્દથી પરમાણુનું ગ્રહણ છે, ક્ષેત્રનું નહિ. પુદ્ગલનો પ્રચાર (ગમનાગમન) લોકમાં જ છે, અલોકાકાશમાં નથી. માટે અનંત ક્ષેત્ર પ્રદેશનો અભાવ થવાથી ક્ષેત્ર-પ્રદેશ નથી. ગાથામાં “પુરતુ તિવિટું પડુ” એમ પાાંતર પણ છે, તેનો અર્થ એ છે કે પુગલ સંખ્યાત, અસંખ્યાત તથા અનંત પ્રદેશી પરમાણુઓના મળવાથી છે એમ જાણવું જોઈએ. અર્થાત્ એક પરમાણુ એક પ્રદેશી અને ઘણા પરમાણુ ઘણા પ્રદેશી જાણવા. શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ દ્રવ્યકર્મનો અભાવ હોવાથી આ આત્મા અમૂર્તિક છે, અને મિથ્યાત્વ રાગાદિરૂપ ભાવકર્મ તથા સંકલ્પ-વિકલ્પના અભાવને લીધે શુદ્ધ છે, લોકાકાશપ્રમાણ અસંખ્યાત પ્રદેશવાળો છે, તે પોતાનો શુદ્ધ સહજાત્મા જ વીતરાગ નિર્વિકલ્પ દશામાં સાક્ષાત્ ઉપાદેય છે. ૨૪ लोयागासु धरेवि जिय कहियइँ दव्वइँ जाइँ। एक्कहिं मिलियइँ इत्थु जगि सगुणहिं णिवसहिं ताइँ।।२५।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૦૦ लोकाकाशं धृत्वा जीव कथितानि द्रव्याणि यानि । एकत्वे मिलितानि अत्र जगति स्वगुणेषु निवसन्ति तानि ।। २५ ।। જગમાં આ દ્રવ્યો રહ્યાં, લોકાકાશાધાર; એક ક્ષેત્ર અવગાહીને; નિજ નિજ ગુણ વસના૨. ૨૫ હૈ જીવ, આ જગતમાં જે દ્રવ્યો કહ્યાં છે, તે બધાં લોકાકાશમાં સ્થિતિ કરીને રહેલાં છે–અર્થાત્ દ્રવ્યો લોકાકાશથી બહાર નથી. આ દ્રવ્યો એક ક્ષેત્રમાં એક સાથે રહેવા છતાં નિશ્ચયથી પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના ગુણમાં રહે છે. બીજા દ્રવ્યમાં મળી જતાં નથી. જોકે ઉપરિત અસદ્ભૂત વ્યવહારનયથી આધાર-આધેયભાવથી એક ક્ષેત્રને અવગાહીને દ્રવ્યો રહે છે, તોપણ શુદ્ધ પારિણામિક પરમભાવને ગ્રહણ કરનાર શુદ્ધ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ ૫દ્રવ્યમાં મળવારૂપ સંકર દોષથી રહિત છે, અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ભળી જતું નથી એટલે કોઈ પણ દ્રવ્ય પોતે પોતાના સામાન્ય તથા વિશેષ ગુણોને ત્યાગીને પરરૂપે પરિણમતાં નથી. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-આગમમાં લોકાકાશને અસંખ્યાત પ્રદેશવાળું કહ્યું છે તે અસંખ્યાત પ્રદેશી લોકમાં અસંખ્યાત પ્રદેશવાળા જીવદ્રવ્યો અને તેમાં એક એક જીવમાં કર્મ-નોકર્મરૂપે અનંત પુદ્દગલ પરમાણુ દ્રવ્યો છે; અને તે પરમાણુઓ કરતાં અનંતગણા શેષ પુદ્દગલ દ્રવ્ય છે, તે સર્વ અસંખ્યાત પ્રદેશવાળા લોકાકાશમાં શી રીતે રહી શકે? અલ્પ ક્ષેત્રમાં મહાન પ્રમાણવાળી વસ્તુ શી રીતે સમાય? શ્રી ગુરુ તેનું સમાધાન કરે છે-આકાશમાં અવકાશદાન (જગા આપવાની )ની શક્તિ છે તેથી બધાં દ્રવ્યો સમાન છે. જેમ એક ગૂઢ નાગરસ ગુટિકામાં શત-સહસ્ત્ર લક્ષ પ્રમાણ સોનામહો૨ સમાવેશ પામી જાય છે, અથવા એક દીપકના પ્રકાશમાં ઘણા દીવાઓનો પ્રકાશ અવકાશ પામે છે, તેમ લોકાકાશમાં વિશિષ્ટ અવગાહન શક્તિના યોગથી અનંતજીવ અને અનંતાનંત પુદ્દગલો અવકાશ પામે છે. એમાં કોઈ વિરોધ નથી. જીવોમાં પણ અવગાહન શક્તિ છે-કહ્યું છે કે एगणिगोदसरीरे जीवा दव्वप्पमाणदो दिट्ठा। सिद्धेहिं अनंतगुणा सव्वेण वितीदकालेण ।। દ્રવ્યની અપેક્ષાએ સિદ્ધની રાશિ કરતાં અને સંપૂર્ણ અતીત કાળના સમયો કરતાં અનંતગણા જીવ એક નિગોદના શરીરમાં રહે છે. ૨૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #115 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧/૧ પાંચ દ્રવ્યો જીવને ઉપકાર કરનારાં છે एयइँ दव्वइँ देहियहँ णिय-णिय-कज्जु जणंति। चउ-गइ-दुक्ख सहंत जिय ते संसारु भमंति।।२६।। एतानि द्रव्याणि देहिनां निजनिजकार्य जनयन्ति चतुर्गतिदुःखं सहमान जीवाः तेन संसारं भ्रमन्ति।। २६ ।। આ દ્રવ્યો ઉપજાવતાં, જીવને નિજ નિજ કાર્ય; તેથી ચતુર્ગતિ દુ:ખ સહી, જીવ ભમે ભવમાંય. ૨૬ આ દ્રવ્યો જીવોનાં પોતપોતાનાં કાર્ય ઉપજાવે છે, આ કારણથી ચારે ગતિમાં દુઃખને સહન કરતા જીવો સંસારમાં પરિભ્રમણ કરે છે. પુદ્ગલ તો આત્મજ્ઞાનથી વિપરીત એવા વિભાવ પરિણામોમાં લીન થયેલા અજ્ઞાની જીવોને વ્યવહારનયથી શરીર, મન, વચન તથા શ્વાસોચ્છવાસની ઉત્પત્તિમાં કારણ છે. મિથ્યાત્વ, અવ્રત, કષાય, રાગદ્વેષાદિ વિભાવભાવ કહેવાય છે, અને વિભાવ પરિણતિથી જ જીવની સાથે કર્મનો સંબંધ થાય છે. કર્મ પણ પુદગલ છે. ધર્મદ્રવ્ય ગતિમાં સહાયક છે, અધર્મદ્રવ્ય સ્થિતિમાં સહાયક છે, આકાશ-દ્રવ્ય અવકાશ આપે છે, કાલદ્રવ્ય શુભ-અશુભ પરિણામોમાં સહાયી છે, એ પ્રમાણે આ પાંચ દ્રવ્ય સહાયક છે. તેની સહાય પામીને આ જીવ નિશ્ચય-વ્યવહાર રત્નત્રયની ભાવનાથી રહિત થઈને ચારે ગતિમાં દુઃખોને સહન કરતો સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. ર૬ પરદ્રવ્યોનો સંબંધ દુઃખનું કારણ છે એમ કહે છે दुक्खहँ कारणु मुणिवि जिय दव्वहँ एहु सहाउ। होयवि मोक्खहँ मग्गि लहु गम्मिज्जइ पर-लोउ।।२७।। दुःखस्य कारणं मत्वा जीव द्रव्याणां एतत्स्वभावम्। भूत्वा मोक्षस्य मार्गे लघु गम्यते परलोकः।। २७ ।। હે જીવ, જાણી સ્વભાવ આ, દ્રવ્યોનો દુઃખદાય; મોક્ષમાર્ગ અવલંબીને, જા ઝટ મુક્તિમાંય. ૨૭ હે જીવ, પરદ્રવ્યોના આ સ્વભાવને દુઃખનું કારણ જાણીને, મોક્ષમાર્ગમાં એકાગ્ર થઈ, પરલોક-એટલે શુદ્ધ સહજ આત્મસ્વરૂપરૂપ મોક્ષને શીઘ્ર સાધી લેવા તત્પર થા. હે જીવ, પુદ્ગલ આદિ પાંચ દ્રવ્ય, વીતરાગ સદા આનંદ સ્વરૂપ એક સ્વભાવિક સુખ તેથી વિપરીત આકુળતાને ઉત્પન્ન કરનાર એવાં દુઃખનાં કારણો છે, એમ જાણી ભેદભેદ રત્નત્રય લક્ષણવાળા મોક્ષના માર્ગમાં અત્યંત સ્થિર થઈને પરમાત્માનો અનુભવ કરીને શુદ્ધાત્મસ્વરૂપરૂપ મોક્ષને શીધ્ર પ્રાપ્ત કર. ૨૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #116 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨ જ્ઞાન અને ચારિત્રનું સ્વરૂપ કહે છે णियमें कहियउ एह मइँ ववहारेण वि दिद्वि। एवहिं णाणु चरित्तु सुणि जें पावहि परमेट्ठि।। २८ ।। नियमेन कथित एषा मया व्यवहारेणापि दृष्टिः। इदानीं ज्ञानं चारित्रं श्रृणु येन प्राप्नोषि परमेष्ठिनम्।। २८ ।। નિયમે દષ્ટિસ્વરૂપ મેં, વ્યવહારે કહ્યું આંય; હવે જ્ઞાન ચારિત્ર સુણ, જ્યમ પરમેષ્ઠી પમાય. ૨૮ વ્યવહારનયથી મેં તને સમ્યગ્દર્શનનું સ્વરૂપ યથાર્થ રીતે કહ્યું છે, હવે તું જ્ઞાન અને ચારિત્રનું સ્વરૂપ સાંભળ કે જેથી તને સિદ્ધપદની પ્રાપ્તિ થાય. વ્યવહાર સમ્યગ્દર્શનના વિષયભૂત દ્રવ્યોનું ચૂલિકારૂપે-( વિશેષ કથનરૂપે) વ્યાખ્યાન કરે છે. " परिणाम जीव मुत्तं सपदेसं एय खित्त किरिया य। णिच्चं कारण कत्ता सव्वगदं इदरम्हि य पवेसो।।" છ દ્રવ્યોમાં માત્ર જીવ અને પુદગલ સ્વભાવ અને વિભાવરૂપે પરિણમે છે, બાકીનાં ચાર દ્રવ્યો સ્વભાવમાં જ પરિણમે છે પણ વિભાવરૂપે કોઈ પણ સમયે પરિણમતો નથી તેથી અપરિણામી છે. માત્ર જીવ અને પુગલ પરિણામી છે. શુદ્ધનિશ્ચયનયથી વિશુદ્ધજ્ઞાનદર્શન સ્વભાવવાળા શુદ્ધચૈતન્ય પ્રાણોથી જે જીવે છે તે જીવ અને વ્યવહારનયથી કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ દ્રવ્યભાવરૂપ ચાર પ્રાણી દ્વારા જે જીવે છે, જીવશે તથા ભૂતકાળમાં પણ જીવતો હતો તે જીવ છે. અર્થાત્ બધાં દ્રવ્યોમાં એક જીવદ્રવ્ય જ જીવ છે. બાકીના પાંચ દ્રવ્યો અજીવ છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળાં હોવાથી એક પુદ્ગલદ્રવ્ય જ મૂર્તિ છે અને અવશેષ પાંચ દ્રવ્ય અમૂર્ત છે. જીવદ્રવ્ય અનુપચરિત અસદભૂત વ્યવહારનયથી મૂર્ત પણ છે. પણ શુદ્ધનિશ્ચયનયથી જીવ અમૂર્ત છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ ચારે દ્રવ્યો સદાય અમૂર્ત છે. કારણ કે એમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો અભાવ છે. લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશી જીવદ્રવ્ય આદિ પાંચ દ્રવ્ય અસ્તિકાય છે તેથી સપ્રદેશી અને કાલદ્રવ્યમાં ઘણા પ્રદેશ ન હોવાથી અપ્રદેશી છે, દ્રવ્યાર્થિકનયથી ધર્મ, અધર્મ અને આકાશ એક એક દ્રવ્ય છે અને જીવ પુદ્ગલ તથા કાળ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #117 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૩ આ ત્રણે અનેક દ્રવ્ય છે. બધાને અવકાશ આપવાથી આકાશદ્રવ્ય ક્ષેત્રવાનું છે અને બીજાં દ્રવ્યો અક્ષેત્રી છે. એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ગમન કરવારૂપ તથા હલન-ચલનરૂપ ક્રિયા કહેવાય છે; તે ક્રિયાવાળાં જીવ અને પુદગલ દ્રવ્ય છે; અને ધર્મ-અધર્મ, આકાશ તથા કાળ નિષ્ક્રિય દ્રવ્યો છે. સંસારી જીવો કર્મોને લીધે હલનચલનવાળા છે તેથી ક્રિયાવાન ગણાય છે, સિદ્ધ પરમાત્મા કિયારહિત છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાલદ્રવ્ય જોકે અર્થ પર્યાય (પણુણી હાનિ વૃદ્ધિરૂપ સ્વભાવપર્યાય)ની અપેક્ષાએ અનિત્ય છે તોપણ આ દ્રવ્યો વિભાવ વ્યંજન પર્યાયરૂપે પરિણમતાં ન હોવાથી નિત્ય છે. દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ જીવ અને પુદગલ પણ નિત્ય છે. તોપણ અગુરુલઘુ પરિણતિરૂપ સ્વભાવ પર્યાયની અપેક્ષાએ અને વિભાવ વ્યંજન પર્યાયની અપેક્ષાએ અનિત્ય પણ છે. પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલદ્રવ્ય વ્યવહારનયથી જીવનાં શરીર, વાણી, મન, શ્વાસોચ્છવાસ આદિ, ગતિ, સ્થિતિ, અવગાહના તથા વર્તના (પરિણમન) આદિ કાર્યો કરે છે તેથી પાંચ દ્રવ્યો કારણ છે. જો કે જીવદ્રવ્ય ગુરુ-શિષ્યાદિરૂપે પરસ્પર ઉપકાર કરે છે તોપણ પાંચ દ્રવ્યોને કંઈ પણ ઉપકાર કરતું નથી તેથી અકારણ છે. શુદ્ધ પારિણામિક પરમભાવગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી આ જીવ જો કે બંધ, મોક્ષ, પુણ્યપાપ, ઘટપટ આદિનો કર્તા નથી તોપણ અશુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ શુભઅશુભ ઉપયોગમાં પરિણમેલો જીવ પુણ્યપાપરૂપ બંધનો કર્તા થાય છે અને તેથી તેના ફળનો ભોક્તા પણ થાય છે તથા વિશુદ્ધ જ્ઞાન દર્શન રૂપ નિજ શુદ્ધસહજાભ દ્રવ્યનાં શ્રદ્ધાન, જ્ઞાન તથા આચરણરૂપ શુદ્ધોપયોગમાં પરિણમેલો આત્મા મોક્ષનો કર્તા પણ થાય છે અને અનંતજ્ઞાન સુખ આદિનો ભોક્તા બને છે. જીવને શુભ, અશુભ, શુદ્ધ પરિણામોનું સર્વત્ર કર્તાપણું છે એમ જાણવું જોઈએ, અર્થાત્ આત્મા જ ભાવે પરિણમે છે તે ભાવનો તે કર્તા તથા ભોક્તા બને છે. પુદ્ગલાદિ પાંચ દ્રવ્યોને પોતપોતાના પરિણામનું કર્તાપણું છે, પુણ્યપાપ આદિનું કર્તાપણું નથી. લોકાલોકમાં વ્યાપક હોવાથી આકાશદ્રવ્ય સર્વગત કહેવાય છે. ધર્મ, અધર્મ દ્રવ્ય લોકાકાશમાં સર્વત્ર રહેલાં છે, અલોકાકાશ નથી. જીવ કેવલી સમુદ્યાત સમયે સર્વવ્યાપક એટલે લોકાકાશ વ્યાપક હોય છે, તે અવસ્થામાં જીવનું સર્વગતપણું બને છે, સર્વ અવસ્થાઓમાં આત્મા લોકાકાશ વ્યાપક નથી. કાલદ્રવ્ય એક પરમાણુની અપેક્ષાએ તો એક પ્રદેશગત છે, સર્વગત નથી, અને નાના કાલાણુઓની અપેક્ષાએ લોકાકાશના સર્વપ્રદેશમાં કાલાણુઓ છે માટે કાલાણુઓની અપેક્ષાએ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #118 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪ તે સર્વગત કહી શકાય છે. પુદ્ગલ દ્રવ્ય લોકપ્રમાણ મહાત્કંધની અપેક્ષાએ સર્વગત છે, અન્ય પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ સર્વગત નથી. મુખ્યપણે જો વિચારીએ તો એક આકાશ જ સર્વગત કહેવાય છે. જ્ઞાનની અપેક્ષાએ જીવનું કેવલજ્ઞાન લોકાલોક વ્યાપક છે, માટે સર્વગત છે; અત્રે જાણવાની અપેક્ષા મુખ્ય છે, પ્રદેશની અપેક્ષા નથી. બધાં દ્રવ્યો એક ક્ષેત્રાવગાહી છે છતાં દરેક પોતપોતાના સ્વભાવમાં રહે છે, કોઈ કોઈને બાધા કરતું નથી. કહ્યું છે કે अण्णोण्णं पविसंता दिता ओगासमण्णमण्णस्स। मेलंता वि य णिच्चं सगसब्भावं ण विजहंति।। છએ દ્રવ્યો પરસ્પરમાં પ્રવેશ કરતાં દેખાય છે તો પણ કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશ કરતું નથી. જોકે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અવકાશ આપે છે તોપણ દરેક દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં જ રહે છે. અહીં તાત્પર્ય એ છે કે વ્યવહાર સમ્યકત્વનાં વિષયભૂત એવાં છ દ્રવ્યોમાં વીતરાગ ચિદાનંદ અનંતગુણરૂપ જે નિજ શુદ્ધાત્મા છે તે શુભ, અશુભ, મન, વચન, કાયાની ચેષ્ટાઓનો ત્યાગ કરીને ધ્યાન કરવા યોગ્ય છે, અર્થાત્ પોતાનું નિજશુદ્ધ સહજ આત્મદ્રવ્ય ઉપાદેય છે. ૨૮ સમ્યજ્ઞાનને કહે છે जं जह थक्कउ दव्वु जिय तं तह जाणइ जो जि। अप्पहँ केरउ भावडउ णाणु मुणिज्जहि सो जि।।२९ ।। यद् यथा स्थितं द्रव्य जीव तत् तथा जानाति य एव। आत्मानः सम्बन्धी भावः ज्ञानं मन्यस्व स एव।। २९ ।। જેમ સ્થિતિ જે દ્રવ્યની, જાણે તેમ યથાર્થ; આત્મસંબંધી ભાવ તે, જ્ઞાન માન સત્યાર્થ. ૨૯ હે જીવ, અનાદિકાલથી આ દ્રવ્યો જે પ્રમાણે રહેલાં છે એટલે જેવું તેમનું સ્વરૂપ છે, તે પ્રમાણે સંશયાદિ રહિત જે જાણે છે, તે જ આત્મભાવરૂપ સમ્યજ્ઞાન છે, એમ તું માન. દ્રવ્ય માત્ર ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યસ્વરૂપ છે, તેમ જ ગુણપર્યાય સહિત છે, સમભંગીરૂપ પણ વસ્તુ સ્વરૂપ છે. ગુણપર્યાય વિનાનું કોઈ દ્રવ્ય નથી. આ પ્રમાણે યથાસ્થિતપણે જે વસ્તુ સ્વરૂપ જાણે છે તે સમ્યજ્ઞાન છે. તે સમ્યજ્ઞાન આત્માનો સ્વ તથા પરને જાણવારૂપ ભાવ છે. વ્યવહારથી સવિકલ્પ અવસ્થામાં તત્ત્વ-વિચારના સમયે સ્વપરનું જાણવું તે સમ્યજ્ઞાન છે, અને નિશ્ચયથી વીતરાગ નિર્વિકલ્પ સમાધિના સમયે પદાર્થોનું જાણવાપણું મુખ્ય નથી, પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #119 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૫. કવલ સ્વસંવેદન જ્ઞાન જ નિશ્ચય સમ્યજ્ઞાન છે. વ્યવહાર સમ્યજ્ઞાન પરંપરાએ મોક્ષનું કારણ થાય છે અને નિશ્ચય સમ્યજ્ઞાન સાક્ષાત્ મોક્ષનું કારણ છે. ર૯ સ્વરૂપની સ્થિરતા એ જ જ્ઞાનીઓનું ચારિત્ર છે जाणवि मण्णवि अप्पु परु जो परभाउ चएइ। सो णिउ सुद्धउ भावडउ णाणिहिं चरणु हवेइ।।३०।। ज्ञात्वा मत्वा आत्मानं परं यः परभावं त्यजति। રસ નિન: શુદ્ધ: ભાવ: જ્ઞાનિનાં વરણે ભવતિના રૂ૦ના નિજ પર જાણી, માનીને, તજે, સર્વ પરભાવ; કહ્યું ચરણ એ જ્ઞાનીનું, તે નિજ શુદ્ધસ્વભાવ. ૩૦ સમ્યજ્ઞાન વડે પોતાને તથા પરને જાણીને અને સમ્યગ્દર્શનથી સ્વ તથા પરની પ્રતીતિ કરીને જે પરભાવને તજે છે તે આત્માનો શુદ્ધભાવ જ્ઞાનીઓનું ચારિત્ર થાય છે. વીતરાગ સહજ આનંદ એક સ્વભાવવાળા પોતાના આત્માને તથા તેથી વિપરીત પરદ્રવ્યને સંશય, વિપર્યય અને અનધ્યવસાય રહિત યથાર્થપણે જાણીને શંકાદિ દોષરહિત સમ્યકત્વરૂપ પરિણામથી શ્રદ્ધાન કરીને માયા, મિથ્યાત્વ અને નિદાન શલ્યોને છોડીને તથા અન્ય પદાર્થોની ચિંતા તજીને નિજ શુદ્ધસહજાન્મસ્વરૂપમાં પરમાનંદ સુખરસના આસ્વાદથી તૃપ્ત થઈ જે કોઈ સ્થિર રહે છે તે જ પુરુષ અભેદનયથી નિશ્ચય ચારિત્ર થાય છે. ૩૦ રત્નત્રયના ભક્ત એવા ભવ્ય જીવોનાં લક્ષણ કહે છે जो भत्तउ रयण-त्तयहँ तसु मुणि लक्खणु एउ। अप्पा मिल्लिवि गुण णिलउ तासु वि अप्पु ण झेउ।।३१।। यः भक्तः रत्नत्रयस्य तस्य मन्यस्व लक्षणं एतत्। आत्मानं मुक्त्वा गुणनिलयं तस्यापि अन्यत् न ध्येयम्।। ३१ ।। રત્નત્રયના ભક્ત જે, લક્ષણ તેનું એહ; ગુણનિલય આત્મા તજી, ધ્યાવે અવર ન જેહુ. ૩૧ જે જીવ રત્નત્રયનો ભક્ત છે તેનાં આ પ્રમાણે લક્ષણ હોય છે એમ તું જાણ. તે ભક્ત પુરુષ ગુણના ધામરૂપ આત્માને તજીને અન્ય પદાર્થોને મનમાં ધ્યાવતો નથી. “આત્માથી સૌ હીન” એવો તેને નિશ્ચય હોવાથી તે એક આત્માનું જ ધ્યાન ધરે છે, અન્ય દ્રવ્યોનું નહિ. વ્યવહારથી વીતરાગ ભગવાનનાં કહેલાં શુદ્ધ આત્મતત્ત્વ આદિ છ દ્રવ્ય, પંચાસ્તિકાય તથા નવ પદાર્થ તેની યથાર્થ શ્રદ્ધા, યથાર્થ જ્ઞાન તથા અહિંસાદિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #120 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧/૬ વ્રતોનું યથાર્થ રીતે પાલન ઇત્યાદિ ભેદ રત્નત્રયનાં લક્ષણ છે તથા શુદ્ધાત્મ તત્ત્વમાં અભેદભાવે જે પરિણમન છે તે અભેદ રત્નત્રય છે અને એ જ સમ્યગ્દષ્ટિનું મુખ્ય લક્ષણ છે. સવિકલ્પ અવસ્થામાં તે જીવ ચિત્તની સ્થિરતા અર્થે પંચ પરમેષ્ઠીનું સ્તવન આદિ કરે છે, મંત્રાક્ષરોનું ધ્યાન કરે છે. પરંતુ પૂર્વોક્ત નિશ્ચય રત્નત્રયની પરિણતિના સમયમાં કેવલજ્ઞાનાદિ અનંતગુણોમાં પરિણમેલો પોતાનો શુદ્ધ સહજાત્મા જ ધ્યેય છે અને તે જ નિશ્ચયથી ઉપાદેય છે-અન્ય નહિ. ૩૧ આત્મતત્ત્વને યથાર્થપણે જાણનારા જ્ઞાનીઓ જ મોક્ષપદના વાસ્તવિક આરાધક છે એમ પ્રતિપાદન કરે છે जे रयण-त्तउ णिम्मलउ णाणिय अप्पु भणंति। ते आराहय सिव पयहँ णिय अप्पा झायंति।।३२।। ये रत्नत्रयं निर्मलं ज्ञानिनः आत्मानं भणन्ति। ते आराधका; शिवपदस्य निजात्मानं ध्यायन्ति।। ३२ ।। જે જ્ઞાનીઓ વિમલ એ રત્નત્રય કહે આત્મ; તે શિવપદ આરાધકો, ધ્યાવે નિજ સહજાન્મ. ૩૨ જે જ્ઞાની પુરુષો રાગાદિ દોષરહિત નિર્મલ રત્નત્રયને આત્મા કહે છે તેઓ મોક્ષપદના આરાધક છે તથા તેઓ જ પોતાના આત્માનું ધ્યાન કરે છે. જે જ્ઞાની પુરુષો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યક્રચારિત્રરૂપ આત્માને માને છે તે શિવપદ એટલે મોક્ષપદની આરાધના કરી નિજ શુદ્ધ સહુજાત્મસ્વરૂપને શીધ્ર પામે છે. નિશ્ચયથી વિશુદ્ધ જ્ઞાનદર્શન સ્વરૂપ એવા આત્મસ્વરૂપનું ધ્યાન કરનાર અવશ્ય મોક્ષ પામે છે. શિવપદનો વાચ્ય મોક્ષપદાર્થ છે, એટલે શિવ શબ્દથી મોક્ષને કહે છે. ૩ર શુદ્ધાત્મધ્યાનથી મોક્ષ મળે છે अप्पा गुणमउ णिम्मलउ अणुदिणु जे झायंति। ते पर णियमें परम-मुणि लहु णिव्वाणु लहंति।।३३।। आत्मानं गुणमयं निर्मलं अनुदिनं ये ध्यायन्ति। ते परं नियमेन परम मुनयः लघु निर्वाणं लभन्ते।। ३३ ।। આત્મા નિર્મલ ગુણમણિ, નિશદિન ધ્યાવે જેહુ; પરમ મુનિ નિયમે લહે, શીધ્ર મોક્ષપદ તેહ. ૩૩ જે જીવો કેવલજ્ઞાનાદિ અનંત ગુણરૂપ અને ભાવકર્મ દ્રવ્યકર્મ નોકર્મરૂપ મલથી રહિત એવા નિર્મલ આત્માને નિરંતર (અખંડપણે) ધ્યાવે છે તે મહામુનિઓ નિયમથી નિર્વાણને તરત પામે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #121 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૭ ગુરુદેવ, આત્માનું ધ્યાન કરવાથી મોક્ષ મળે છે એમ આપ કહો છો, જ્યારે ચારિત્રસારાદિ ગ્રંથોમાં દ્રવ્યપરમાણુ અને ભાવપરમાણુના ધ્યાનથી કેવલજ્ઞાન થાય છે એમ કહ્યું છે તો દ્રવ્યભાવ પરમાણુથી શું સમજવું? શ્રી યોગીન્દ્રદેવ સમાધાન કરે છે કે દ્રવ્યપરમાણુથી દ્રવ્યની સૂક્ષ્મતા અને ભાવપરમાણુથી ભાવની સૂક્ષ્મતા સમજવી. ત્યાં પુગલ દ્રવ્ય પરમાણુનું કથન નથી. તત્ત્વાર્થસૂત્રની સર્વાર્થસિદ્ધિની ટીકામાં પણ એ જ અર્થ કહ્યો છે. દ્રવ્ય શબ્દથી આત્મા તથા પરમાણુ શબ્દથી સૂક્ષ્મતાનું ગ્રહણ છે. તે રાગાદિ વિકલ્પની ઉપાધિથી રહિત છે તો પછી તેની સૂક્ષ્મતા શું? એમ પ્રશ્ન થવાથી શ્રી આચાર્ય મહારાજ સમાધાન કરે છે કે તે ઇન્દ્રિય તથા મનથી અગોચર હોવાને લીધે સૂક્ષ્મ છે. ભાવ (સ્વસંવેદન પરિણામ) પણ પરમ સૂક્ષ્મ છે, વીતરાગ નિર્વિકલ્પ પરમ સમરસી ભાવરૂપ છે. ત્યાં ઇન્દ્રિય તથા મનની પ્રવૃત્તિ નથી. શિષ્ય પુનઃ પ્રશ્ન પૂછે છે કે પરદ્રવ્યના અવલંબનરૂપ ધ્યાનથી મોક્ષ નથી પણ નિજ શુદ્ધાત્માના ધ્યાનથી મોક્ષ છે એમ આપે કહ્યું છે. જેમકે “ગપ્પા શાયદિ ગમ્મસ એક નિર્મલ આત્માનું ધ્યાન કરો તેમ જ શ્રી સમાધિશતકાદિ ગ્રંથાતરમાં શ્રી પૂજ્યપાદ સ્વામીએ કહ્યું છે કે “ગાત્માનમાત્મા કાત્મચેવાત્માના ક્ષીમુનનયન સ સ્વયંમૂ: પ્રવૃત્ત | અર્થાત્ આત્મા પોતાના સ્વરૂપને પોતામાં જ પોતા વડ એક ક્ષણ પણ નિર્વિકલ્પ સમાધિ વડે આરાધતો સર્વજ્ઞ થાય છે. શુકલધ્યાનમાં પણ નિજવસ્તુનું જ અવલંબન છે, પરવસ્તુનું નહિ. દ્રવ્યભાવ પરમાણુ ધ્યેય લક્ષણવાળા શુકલ ધ્યાનના આગમમાં બેતાલીસ ભેદ કહ્યા છે. પણ તે ભેદ ઇચ્છાપૂર્વકના નથી. જેમ ઉપશમ સમ્યકત્વના સમયે અધ:કરણાદિ અનીહિત વૃત્તિએ થાય છે તેમ તે ભેદો પણ સ્વાભાવિક છે. પ્રથમ અવસ્થામાં ચિત્તની સ્થિરતાને અર્થે તથા વિષયકષાયની પ્રવૃત્તિ રોકવાને અર્થે અને પરંપરાએ મુક્તિના કારણરૂપ એવું અરહંતાદિ પરમેષ્ઠીઓનું ધ્યાન કરવા યોગ્ય છે. ચિત્તની સ્થિરતા થયા પછી મુક્તિનું સાક્ષાત્ કારણ એવું શુદ્ધાત્મસ્વરૂપનું ધ્યાન જ યોગ્ય છે, આ પ્રકારે સાધન-સાધક ભાવને જાણીને ધ્યેય વસ્તુમાં વિવાદ કર્તવ્ય નથી, પંચ પરમેષ્ઠીનું ધ્યાન સાધક છે અને આત્મધ્યાન સાધ્ય છે. ૩૩ દર્શનોપયોગનું લક્ષણ કહે છે सयल-पयत्थहँ जं गहणु जीवहँ अग्गिमु होइ। वत्थु-विसेस-विवज्जियउ तं णिय दंसणु जोइ।।३४।। सकल पदार्थानां यद् ग्रहणं जीवानां अग्रिमं भवति। वस्तुविशेषविवर्जितं, तत् निज दर्शनं पश्य।। ३४ ।। પ્રથમ પદાર્થો જીવથી, જે સામાન્ય ગ્રહાય; વસ્તુ-વિશેષ વિહીન તે, દર્શન નિજ કહાય. ૩૪ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #122 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૦૮ જીવોને જ્ઞાન પહેલાં સર્વ પદાર્થોનું ભેદરહિત (વિશેષતારહિત ) જે સામાન્ય-ગ્રહણ થાય છે તે આત્માનો દર્શનોપયોગ છે. શિષ્ય કહે છે કે આપે પ્રથમ નિજાત્માના દર્શનને દર્શન કહ્યું છે અને અત્યારે પદાર્થના સામાન્ય અવલોકનને દર્શન કહો છો. એવું દર્શન તો મિથ્યાદષ્ટિઓને પણ હોય છે તેથી તેઓને પણ મોક્ષ થવો જોઈએ. સમાધાનચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન એમ દર્શનોપયોગના ચાર ભેદ છે. એ ચા૨માં મનથી જે દેખવું તે અચક્ષુદર્શન છે અને આંખોથી જોવુંદેખવું તે ચતુદર્શન છે. આ ચારે દર્શનોમાંથી માનસ અચક્ષુદર્શન આત્મગ્રાહક છે. અને તે આત્મદર્શન મિથ્યાત્વ આદિ સાત પ્રકૃતિઓનો ક્ષય, ક્ષયોપશમ ઉપશમ થવાથી થાય છે. આ સમ્યગ્દષ્ટિનું દર્શન તત્ત્વાર્થ શ્રદ્ધાનપૂર્વક હોવાથી મોક્ષનું કારણ છે. મિથ્યાદષ્ટિઓને આત્માદર્શન થતું નથી. તેમને મોહનીયકર્મને લીધે આત્મશ્રદ્ધા થતી નથી. તેઓ ઇન્દ્રિયો વડે સ્થૂલ પદાર્થોને જાણે તથા દેખે છે, તે સમ્યગ્દર્શન નથી. તેથી બાહ્યદર્શન, મોક્ષનું કારણ નથી. ૩૪ છદ્મસ્થ જીવોને પ્રથમદર્શન અને પછી જ્ઞાન થાય છે. એમ કહે છે दंसणपुव्वु हवेइ फुडु जं जीवहँ विण्णाणु । वत्थु-विसेसु मुणंतु जिय तं मुणि अविचलु णाणु ।। ३५ ।। दर्शनपूर्वं भवति स्फुटं यत् जीवानां विज्ञानम्। वस्तुविशेषं जानन् जीव तत् मन्यस्व अविचलं ज्ञानम् ।। ३५ ।। જીવને દર્શનપૂર્વ જે, સ્પષ્ટ થાય વિજ્ઞાન; જાણે વસ્તુવિશેષ તે, તે ગણ અવિચળ જ્ઞાન. ૩૫ જીવોને જે જ્ઞાન થાય છે, તે નિયમથી દર્શન પછી થાય છે, અર્થાત્ દર્શન ઉપયોગપૂર્વક થાય છે અને તે જ્ઞાન વસ્તુઓની વિશેષતાને જાણે છે. હું જીવ, તે જ્ઞાનને તું સંશય વિમોહ અને વિભ્રમરહિત જાણ. પદાર્થને જે સામાન્યપણે ગ્રહણ કરે પણ વિશેષરૂપે ગ્રહણ ન કરે તે દર્શન ઉપયોગ છે તથા જે વસ્તુને ભેદ, આકાર, નામાદિરૂપે જાણે તે જ્ઞાનોપયોગ છે. આ પ્રમાણે દર્શન જ્ઞાનનું સ્વરૂપ છે. શુદ્ધાત્મભાવનાના વ્યાખ્યાનના અવસરે વ્યવહાર સમ્યજ્ઞાનની વાત અત્રે અપ્રસ્તુત છે, તોપણ પ્રથમ અવસ્થામાં પ્રશંસનીય છે એમ ભગવાને કહ્યું છે. ચક્ષુ, અચક્ષુ, અવિધ તથા કેવલના ભેદથી દર્શન ઉપયોગ ચાર પ્રકારે છે. ભવ્યજીવને માનસ, નિર્વિલ્પ અચક્ષુદર્શન, દર્શન મોહનીય કર્મનો ક્ષય, ક્ષયોપશમ તથા ઉપશમ થવાથી શુદ્ધાત્માનુભૂતિ રુચિરૂપ વીતરાગ સમ્યક્ત્વ થાય છે, ત્યારે હોય છે, અર્થાત્ સ્વાનુભૂતિ સમયે જેમ સમ્યગ્દષ્ટિ જીવોને માનસ અચક્ષુદર્શન હોય છે, તેમ શુદ્ધાત્માનુભૂતિમાં સ્થિરતારૂપ વીતરાગ ચારિત્ર થાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #123 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૯ છે તે સમયે પૂર્વોક્ત સત્તા અવલોકનરૂપ મનસંબંધી નિર્વિકલ્પ દર્શન નિશ્ચય ચારિત્રના બળથી નિર્વિકલ્પ નિજ શુદ્ધાત્માનુભૂતિના ધ્યાનથી સહકારી કારણ થાય છે. માટે વ્યવહાર સમ્યગ્દર્શન અને વ્યવહાર સમ્યજ્ઞાન ભવ્યાત્માઓને હોય છે પણ અભવ્ય જીવોને નહિ, કારણ કે તેઓ મુક્તિના અપાત્ર છે. જે મોક્ષના પાત્ર છે તેને જ વ્યવહાર રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. વ્યવહાર રત્નત્રય પરંપરાએ મુક્તિનું કારણ છે અને નિશ્ચય રત્નત્રય સાક્ષાત્ મુક્તિનું કારણ છે. ૩૫ સમભાવપૂર્વક દુ:ખ સહન કરવાથી નિર્જરા થાય છે दुक्खु वि सुक्खु सहंतु जिय णाणिउ झाण-णिलीणु। कम्महँ णिज्जर-हेउ तउ वुच्चइ संग-विहीणु।।३६ ।। दुःखमपि सुखं सहमानः जीव ज्ञानी ध्याननिलीनः। कर्मणः निर्जराहेतुः तपः उच्यते संगविहीनः।। ३६ ।। દુઃખસુખ સહતા જ્ઞાની, જીવ, ધ્યાન વિષે તલ્લીન; કર્મ નિર્જરા હેતુ તે, ત૫ તે સંગ વિહીન. ૩૬ હે જીવ, આત્મધ્યાનમાં લીન થયેલા વીતરાગ સ્વસંવેદન જ્ઞાની સુખદુઃખને સમ પરિણતિથી સહન કરતા અભેદનયથી શુભઅશુભ કર્મની નિર્જરાનું કારણ થાય છે એમ ભગવાને કહ્યું છે અને બાહ્ય-અભ્યતર પરિગ્રહ રહિત પરદ્રવ્યની ઇચ્છાના નિરોધરૂપ બાહ્ય અભ્યતર અનશનાદિ બાર પ્રકારના તવરૂપ પણ તે જ્ઞાની છે. અહીં પ્રભાકર કહે છે કે હે ભગવાન, ધ્યાન કરવાથી કર્મની નિર્જરા થાય છે. એકાગ્ર ચિત્તના નિરોધરૂપ ઉત્તમ સંહનન (દઢ શરીર)વાળા મુનિઓને થાય છે. જ્યાં તે સહનન નથી ત્યાં ધ્યાન કેવી રીતે હોઈ શકે? ગુરુ તેનું સમાધાન કરે છે–ઉત્તમ સહુનનવાળાને જે ધ્યાન કહ્યું છે, તે અપૂર્વ કરણાદિ ગુણસ્થાનોમાં ઉપશમ તથા ક્ષપક શ્રેણીમાં જે શુકલધ્યાન છે તે અપેક્ષાએ કહ્યું છે, અપૂર્વ ગુણસ્થાનથી નીચેના ગુણસ્થાનોમાં ધર્મધ્યાનની ના કહી નથી, તેમ તત્વાનુશાસનમાં કહ્યું છે કે यत्पुनः वज्रकायस्य ध्यानमित्यागमे वचः। श्रेण्योध्यनिं प्रतीत्योक्तं तन्नाधस्तान्निषेधकम्।। વજ કાયાવાળાને ધ્યાન થાય છે, એમ આગમમાં વચન છે, તે બન્ને શ્રેણીઓમાં શુકલધ્યાનની અપેક્ષાએ છે પણ નીચેના ગુણસ્થાનોમાં ધર્મધ્યાનનો નિષેધ નથી. રાગદ્વેષના અભાવરૂપ યથાખ્યાત સ્વરૂપાચરણ નિશ્ચય ચારિત્ર છે, તે વર્તમાનમાં પણ પંચમકાલમાં ભરતક્ષેત્રમાં નથી, તો મુનિઓ સામાયિકાદિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #124 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧) ચારિત્રને પાળે છે. તેમ આ કાલમાં શુકલધ્યાન નથી પણ ધર્મધ્યાન છે. તો તેની આરાધના કરો. શ્રી કુંદકુંદાચાર્યે મોક્ષપાહુડમાં કહ્યું છે अज्ज वि तिरयण सुद्धा अप्पा झाऊण लहहिं इंदत्तं। लोयंतियदेवत्तं तत्थ चुदा णिव्वुदिं जंति।। આ પંચમકાલમાં પણ મન-વચન કાયાની શુદ્ધતાથી ધર્મ ધ્યાનરૂપ આત્માનું ધ્યાન કરીને આ જીવ ઇન્દ્રપણું અથવા લૌકાંતિક દેવપણું પામે છે અને ત્યાંથી ચવીને મનુષ્ય થઈ મોક્ષે જાય છે. આ સમયે પ્રથમનાં ત્રણ સંહનન તો નથી તો પણ બાકીનાં સહુનનથી ધર્મધ્યાન સાધ્ય કરી શકાય છે. એ સંહનનોમાં ધર્મધ્યાનનો અભાવ નથી અર્થાત્ ધર્મધ્યાન તો થઈ શકે છે. શુકલધ્યાન પ્રથમના ત્રણ સંહનનોમાં થાય છે. શુકલધ્યાનનો પ્રથમ ભેદ ઉપશમ શ્રેણી સંબંધી ત્રણે સહુનનોમાં હોય છે અને બીજો, ત્રીજો તથા ચોથો ભેદ પ્રથમ સંહનનવાળાને હોય છે, એવો નિયમ છે. ધર્મધ્યાન પરંપરાએ મુક્તિનું કારણ છે; એનાથી સંસારસ્થિતિ ઓછી થાય છે તથા પુણ્ય બંધમાં કારણ છે. ૩૬ મુનિને સંવર થાય છેबिण्णि वि जेण सहंतु मुणि मणि सम-भाउ करेइ। पुण्णहँ पावहँ तेण जिण संवर-हेउ हवेइ।।३७।। द्वे अपि येन सहमानः मुनिः मनसि समभावं करोति। पुण्यस्य पापस्य तेन जीव संवरहेतुः भवति।। ३७।। દ્વન્દ સહંતા મુનિપ્રવર સામ્ય ધરે મનમાંય; પુણ્ય પાપ સંવર તણા, હેતુ તેથી તે થાય. ૩૭ સુખ-દુ:ખરૂપ દ્વન્દને સહન કરતા સંવેદન પ્રત્યક્ષજ્ઞાની નિશ્ચિત મનમાં સમભાવ ધારણ કરે છે, અર્થાત્ સ્વભાવમાં લીન રહે છે પણ વિભાવપણે પરિણમતા નથી, તેથી હે જીવ, તે જ્ઞાની સહજમાં પુણ્ય તથા પાપના સંવરના કારણે થાય છે. અર્થાત્ જ્ઞાની શુભાશુભ કર્મને આવતાં રોકી દે છે. ગમે તેવા કર્મોદયમાં જ્ઞાનીઓ રાગદ્વેષ તથા મોહરૂપ પરિણમતા નથી પણ પોતાના શુદ્ધ જ્ઞાનદર્શનમાં પરિણમે છે, તેથી તે જ પુરુષ અભેદનયથી પુણ્યપાપના સંવરના કારણે થાય છે, અર્થાત્ આવતા શુભાશુભ કર્મને અટકાવી દે છે. ૩૭ શુદ્ધ આત્મસ્થિતિ સંવર તથા નિર્જરાનું કારણ છે अच्छइ जित्तिउ कालु मुणि अप्प-सरूवि णिलीण। संवर-णिज्जर जाणि तुहुँ, सयल-वियप्प-विहीणु।।३८ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #125 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૧ तिष्ठति यावन्तं कालं मुनिः आत्मस्वरूपे निलीनः। संवर-निर्जरां जानीहि त्वं सकलविकल्पविहीनम्।। ३८।। કાળ જેટલો મુનિ રહે, આત્મસ્વરૂપે લીન; ગણ તે સંવર નિર્જરા, સકળ વિકલ્પ વિહીન. ૩૮ જ્યાં સુધી મુનિ આત્મસ્વરૂપમાં લીન રહે છે, અર્થાત્ વીતરાગ નિત્ય આનંદમય એક પરમ સમરસી ભાવરૂપે પરિણમેલા રહે છે, ત્યાં સુધી સર્વ વિકલ્પથી રહિત તે મુનિને તું સંવર અને નિર્જરાસ્વરૂપ જાણ. શુદ્ધોપયોગમાં પરિણમેલા મુનિ સાક્ષાત્ સંવર તથા નિર્જરાસ્વરૂપ છે. શુદ્ધોપયોગ નિર્જરા અને સંવરનું મુખ્ય કારણ છે. જે મુનિઓ શુદ્ધોપયોગમાં લીન છે તે અભેદનયની અપેક્ષાએ પોતે જ સંવર નિર્જરારૂપ છે. ૩૮ कम्मु पुरक्किउ सो खवइ अहिणव पेस ण देइ। संगु मुएविणु जो सयलु उवसम-भाउ करेइ।।३९ ।। कर्म पुराकृतं स क्षपयति अभिनवं प्रवेशं न ददाति। संगं मुक्त्वा यः सकलं उपशमभावं करोति।। ३९ ।। કર્મ પૂર્વકૃત ક્ષય કરે, નવીન પ્રવેશ અભાવ; સકલ સંગથી મુક્ત તે, કરતા ઉપશમ ભાવ. ૩૯ જે કોઈ સર્વ સંગનો ત્યાગ કરીને ઉપશમ ભાવને ધારણ કરે છે તે વીતરાગ સ્વસંવેદન જ્ઞાની આત્મા પહેલાં કરેલાં કર્મોને ક્ષય કરે છે અને નવા કર્મોને આવવા દેતા નથી. જે જીવ, જીવન-મરણ, લાભ-અલાભ, સુખ-દુઃખ, શત્રુ-મિત્ર, તૃણ અને સુવર્ણમાં સમતાભાવ રાખે છે તથા બાહ્ય અને અત્યંતર પરિગ્રહને છોડ છે તે જીવ સંવર તથા નિર્જરા કરવામાં સમર્થ થાય છે. તે આવતાં કર્મોને રોકી દે છે તથા જૂનાં કર્મોને ક્ષય કરવા લાગે છે. શાસ્ત્રજ્ઞાનનું ફળ સમતા છે. શ્રી પદ્મનંદિ પંચવિશતિકામાં કહ્યું છે કે साम्यमेवादराद् भाव्यं किमन्यैर्ग्रन्थविस्तरैः। प्रक्रियामात्रमेवेदं वाङ्मयं विश्वमस्य हि।। સમભાવને જ આદરપૂર્વક ધારણ કરવો જોઈએ, અન્ય ગ્રંથોના વિસ્તારથી શું? સમસ્ત દ્વાદશાંગી આ સમભાવરૂપ સૂત્રની ટીકા છે, અર્થાત્ આગમોમાં જે વિવેચન છે તે એક સમભાવને અર્થે છે. ૩૯ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #126 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨ સમભાવીને જ સમ્યગ્દર્શન જ્ઞાન તથા ચારિત્ર છે दंसणु णाणु चरित्तु तसु जो सम-भाउ करेइ। इयरहँ एक्कु वि अत्थि णवि जिणवरु एउ भणेइ।। ४०।। दर्शनं ज्ञानं चारित्रं तस्य यः समभावं करोति। इतरस्य एकमपि अस्ति नैव जिनवरः एवं भणति।। ४० ।। દર્શન જ્ઞાન ચરિત્ર તો તેને જે સમસ્થિત; એ એકે નહિ અવરને, જિનવરદેવ કથિત. ૪૦ જે સમભાવને ધારણ કરે છે તેને દર્શન, જ્ઞાન તથા ચારિત્ર હોય છે, અસમભાવ જીવને એ ત્રણેમાંથી એક પણ નથી, એમ શ્રી જિનવરદેવ કહે છે. નિશ્ચયથી પોતાનો શુદ્ધ આત્મા જ ઉપાદેય છે, એવી રુચિરૂપ સમ્યગ્દર્શન, સમતાવાન જીવોને હોય છે. શુદ્ધ સહુજાત્મસ્વરૂપ પરમાનંદરૂપ છે. તથા કામક્રોધાદિ વિકારો આકુળતા ઉત્પન્ન કરનારા, અત્યંત નીરસ તથા દુઃખદાયક છે એમ જાણવું તે સમ્યજ્ઞાન છે, તે સમ્યજ્ઞાન પણ સમભાવ ધારણ કરનારાઓને હોય છે. અને આત્માની સ્થિરતારૂપ ચારિત્ર પણ સમતાવાન જીવોને હોય છે, અર્થાત્ સમતાધારીને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર યથાર્થપણે હોય છે. જેને સમતા નથી તેને આ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ પણ નથી. ૪૦ जाँ वइ णाणिउ उवसमइ तामइ संजदु होइ। होइ कसायहँ वसि गयउ जीउ असंजदु सोइ।।४१।। यावत ज्ञानी उपशाम्यति तावत संयतो भवति। भवति कषायानां वशे गतः जीवः असंयतः स एव।। ४१ ।। જ્યાં સુધી જ્ઞાની ઉપશમે, ત્યાં સુધી સંયત એવું; કષાયવશ જ્યાં તે બને, અસંયમી ત્યાં તેહ. ૪૧ જ્યાં સુધી જ્ઞાનવાન આત્મા શાંત (સમ) ભાવને ધારણ કરે છે ત્યાં સુધી સંયમી છે અને જ્યારે ક્રોધાદિ કષાયોને આધીન થાય છે તે સમયે અસંયમી થાય છે. પોતાના શુદ્ધ સહજ્જાત્માની ભાવનાથી ઉત્પન્ન થયેલો એવો પરમશાંત ભાવ જ આત્મસુખ તથા સંયમનું કારણ છે. જ્યાં સુધી આત્મામાં ક્રોધાદિ કષાયોની મંદતા છે ત્યાં સુધી સંયમ છે પરંતુ વિકારભાવોમાં પરિણમેલો આત્મા અસંયમી બને છે, એમાં લેશમાત્ર પણ શંકા નથી. એક સ્થળે એમ કહ્યું છે કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #127 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૩ अकसायं तु चरित्तं कसायवसगदो असंजदो होदि। उवसमइ जम्हि काले, तक्काले संजदो होदि।। અકષાયભાવ ચારિત્ર છે અને કષાયને લીધે જીવ અસંયમી થાય છે. માટે જ્યારે કષાય શાંત થાય ત્યારે આત્મા સંયમી કહેવાય છે. ૪૧ જેથી મનમાં કષાય છે તે મોહને તું છોડી દે जेण कसाय हवंति मणि सो जिय मिल्लहि मोहु। મોદ-સાય-વિનિયા પર પાવદિ સમ-વોદુના કરો येन कषाया भवन्ति मनसि तं जीव मुंच मोहम्। मोह-कषाय-विविर्जितः परं प्राप्नोषि समबोधम्।। ४२।। કષાય મન જેથી હુવે, તજ તે મોહ અબોધ; મોહ, કષાય રહિત બસ, લહે ખરે સમ બોધ. ૪૨ હે જીવ, જેથી મનમાં કષાય ઉત્પન્ન થાય છે તે મોહને તથા તેવા પદાર્થોને તું છોડી દે, મોહ અને કષાયનો ત્યાગ કરવાથી તું નિયમથી રાગદ્વેષ રહિત નિર્મળ જ્ઞાનને પામીશ. મોહ શુદ્ધ સહજાન્મસ્વરૂપથી વિપરીત છે તથા દુ:ખરૂપ છે, માટે હું જીવ તે મોહને તું છોડી દે. મોહના નિમિત્તભૂત પદાર્થોથી ક્રોધાદિ કષાયો ઉત્પન્ન થાય છે અને તેથી આત્માનંદમાં અંતરાય આવે છે, કષાયભાવ જ સંસાર છે. માટે કષાયાદિનો અભાવ થવાથી તેને શુદ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થશે. ભગવતી આરાધનામાં કહ્યું છે કે तं वत्थु मुत्तव्वं जं पडि उपज्जए कसायग्गी। तं वत्थु मल्लिएज्जो जत्थुवसम्मो कसायाणं ।। જે વસ્તુને લઈને કષાયરૂપી અગ્નિ ઉત્પન્ન થાય તે વસ્તુને તજી દેવી જોઈએ. વિષયાદિ સામગ્રી તથા અજ્ઞાની-પાપી આત્માઓનો સંગ, મોહ અને કષાયમાં સહાયક છે, અર્થાત્ દુષ્ટ નિમિત્તોથી આત્મામાં કષાયરૂપી અગ્નિ ઉદ્દભવે છે. માટે એ સર્વનો ત્યાગ આત્માને શ્રેયસ્કર છે. સત્સંગ, સદગુરુ સેવા, શાસ્ત્રવચન આદિ શુભસામગ્રી કષાયોને શાંત કરે છે. સત્સંગ કષાય તથા મોહને દૂર કરવાનું ઉત્તમ નિમિત્ત છે. ૪૨ આત્મરતિવાળા આત્માઓ જગતમાં સુખી છે तत्तातत्तु मुणेवि मणि जे थक्का सम-भावि। ते पर सुहिया इत्थु जगि जहँ रइ अप्प सहावि।।४३।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #128 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૪ तत्त्वातत्त्वं मत्वा मनसि ये स्थिताः सम-भावे। ते परं सुखिनः अत्र जगति येषाम् रति आत्म-स्वभावे।। ४३।। શ્રદ્ધી તત્તાતત્ત્વ મન, જે સમભાવે સ્થિત; તે આ જગતમાં સુખી ખરા, જેની સ્વભાવે પ્રીત. ૪૩ જે કોઈ જ્ઞાની પુરુષ મનમાં તત્ત્વ તથા અતત્ત્વને જાણીને સમભાવમાં સ્થિત થાય છે અને જેની આત્મસ્વરૂપમાં લીનતા છે તે જીવો આ જગતમાં પરમ સુખી છે. યદ્યપિ આ આત્મા વ્યવહારનયથી અનાદિકાલથી આઠ પ્રકારનાં કર્મોથી બંધાયેલો છે, તોપણ શુદ્ધનિશ્ચયનયથી પ્રકૃતિ સ્થિતિ અનુભાગ અને પ્રદેશ આદિ બંધોથી રહિત છે. જોકે આત્મા અશુદ્ધનિશ્ચયનયથી પોતાનાં ઉપાર્જન કરેલાં શુભાશુભ કર્મના ફળનો ભોક્તા છે, તોપણ શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી વીતરાગ પરમાનંદ સુખરૂપ અમૃતરસનો ભોક્તા છે. વ્યવહારનયથી કર્મોનો અભાવ થયા પછી મોક્ષ થાય છે, તો પણ શુદ્ધ પારિણામિક પરમભાવને ગ્રહણ કરનાર શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી આત્મા સદા મુક્ત જ છે. વ્યવહારનયથી જીવ ઇન્દ્રિયજનિત મતિધૃત આદિ જ્ઞાનવાળો તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન આદિ દર્શનવાળો કહેવાય છે તોપણ નિશ્ચયથી સંપૂર્ણ શુદ્ધ કેવળજ્ઞાન તથા કેવળદર્શન સ્વભાવવાળો આત્મા છે. વ્યવહારનયથી આત્મા નામકર્મથી પ્રાપ્ત દેહપ્રમાણ છે, તોપણ નિશ્ચયથી લોકાકાશ પ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે. વ્યવહારથી આત્મા પ્રદેશોના સંકોચવિસ્તારયુક્ત છે તોપણ સિદ્ધ અવસ્થામાં કંઈક ન્યૂન ચરમ-શરીર (અંતિમ શરીર) પ્રમાણે છે. પર્યાયાર્થિકનયથી આત્મા ઉત્પાદવ્યય તથા ધ્રૌવ્ય સહિત છે તો પણ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવવાળો છે. આ પ્રમાણે પ્રથમ નિજશુદ્ધાત્મદ્રવ્યને યથાર્થપણે જાણી તથા આત્માથી ભિન્ન એવા પુદ્ગલાદિ પર પદાર્થોને પણ સમ્યક્ રીતે જાણી મિથ્યાત્વરાગાદિ વિભાવ ભાવોનો ત્યાગ કરી જે જીવ પોતાના શુદ્ધ સ્વભાવમાં લીન થાય છે તે જ ધન્ય છે. શ્રી પૂજ્યપાદાચાર્ય સિદ્ધ ભક્તિમાં કહ્યું છે કે नाभावः सिद्धिरिष्टा निजगुणहतिस्तत्तपोभिनयुक्तेः; अस्त्यात्मानादि बद्धः स्वकृतजफलभुक् तत्क्षयान्मोक्षभागी। ज्ञातादृष्टा स्वदेहप्रमितिरुपशमाहारविस्तारधर्मा; ध्रौव्योत्पत्तिव्ययात्मा स्वगुणयुत इतो नान्यथा साध्यसिद्धिः।। મોક્ષ અભાવારૂપ નથી, તેમ પોતાના ગુણોની હાનિરૂપ પણ નથી, કારણ કે જે લોકો મુક્તિને અભાવરૂપ તથા ગુણોની હાનિરૂપ માને છે તેઓને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #129 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૫ ત્યાં તપાદિ વડે તેવી સિદ્ધિ યોગ્ય નથી. આ જીવ અનાદિકાળથી કર્મબદ્ધ છે, પોતાનાં કરેલાં શુભાશુભ કર્મને ભોગવે છે, તે કર્મક્ષયથી મોક્ષ અવસ્થા પામે છે. જ્ઞાતા દ્રષ્ટા તથા ચરમ શરીરથી કંઈક ન્યૂન આકારવાળો, સંકોચવિસ્તારરૂપ ધર્મવાળો ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યસ્વરૂપ તથા પોતાના ગુણોથી યુક્ત એવો આ આત્મા છે. આવી રીતે આત્માને જાણવાથી સાધ્યની સિદ્ધિ થાય છે, અન્ય રીતે નહિ, આત્મતત્ત્વનું જ્ઞાન જ યથાર્થ તત્ત્વ છે. રાગાદિ વિકારભાવ આત્માને માટે અતત્ત્વ છે, એમ ભેદ વિજ્ઞાન દ્વારા જાણી આત્મામાં જ સ્થિરતા કરવી જોઈએ. ૪૩ સમભાવીની નિંદા વડે સ્તુતિ કરે છે बिण्णि वि दोस हवंति तसु जो समभाउ करेइ। बंधु जि णिहणइ अप्पणउ अणु जगु गहिलु करेइ।।४४।। द्वौ अपि दोषौ भवतः तस्य यः समभावं करोति। बन्धं एव निहन्ति आत्मीयं अन्यत् जगद् ग्रहिलं करोति।। ४४।। સમભાવે સ્થિતને બને, આ બે દોષ વિલોક; આત્મબંધને જે હણે, વિકલ કરે જગલોક. ૪૪ જે સાધુ રાગદ્વેષના ત્યાગરૂપ સમભાવને ધારણ કરે છે તે તપોધન (મુનિ)ને બે દોષ થાય છે. એક તો તે પોતાના બંધનોને તોડે છે અને જગતવાસી જેવા ને ઘેલા કરે છે. સમ શબ્દથી અત્રે અભેદનયથી રાગાદિ રહિત આત્મા કહેવાય છે. તેથી જે કોઈ સમભાવને ધારણ કરે છે. અર્થાત્ વીતરાગ ચિદાનંદ એક સ્વભાવવાળા પોતાના શુદ્ધાત્મામાં પરિણમે છે તેને બે દોષ થાય છે. પ્રાકૃત ભાષામાં “બંધુ' શબ્દથી જ્ઞાનાવરણાદિ કર્મબંધનો બોધ થાય છે તથા ભાઈ પણ અર્થ થાય છે. તેથી બંધુની હત્યા નિંદનીય છે, આથી બંધુ-હુંત્યાનો દોષ આવ્યો તથા બીજા દોષ આ છે કે કોઈ એમનો બોધ (ઉપદેશ) સાંભળે છે તે વસ્ત્રાદિ પરિગ્રહું તજી નગ્ન-દિગંબર વેષ ધારણ કરે છે. એ વસ્ત્ર અલંકારાદિ કાઢી નાખવાને લોકો ઉન્મત્તતા ગણે છે. આ રીતે બન્ને ક્રિયાઓ લોકવ્યવહારમાં દોષરૂપ ગણાય છે. પણ તે શબ્દનો બીજો અર્થ કરવાથી આમ સ્તુતિ થાય છે. બંધુ-અર્થાત્ કર્મબંધનો નાશ જ યોગ્ય છે એ પ્રકારે સ્તુતિ થાય છે; તથા જે સમતા રાખે છે તે બાહ્ય અને અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરે છે, તેમ બીજાને પણ ઉપદેશ આપી નિર્ચન્થ સાધુ માત્મા બનાવે છે. તે અજ્ઞાનીજનો નિંદા કરે છે. ત્યાગ એ દોષ નથી પણ ગુણ છે. લોકોની દષ્ટિમાં જ્ઞાનીઓ ઘેલા લાગે છે અને જ્ઞાનીઓની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #130 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬ દષ્ટિમાં જગત ઉન્મત્ત છે એમ લાગે છે. કારણકે જ્ઞાનીઓ જગતથી વિમુખ છે અને જગત જ્ઞાનીઓથી વિરુદ્ધ છે. ૪૪ अण्णु वि दोसु हवेइ तसु जो सम-भाउ करेइ। सत्तु वि मिल्लिवि अप्पणउ परहँ णिलीणु हवेइ।।४५।। अन्यः अपि दोषो भवति तस्य यः समभावं करोति। शत्रुमपि मुक्त्वा आत्मीयं परस्य निलीनः भवति।। ४५ ।। અન્ય દોષ પણ ત્યાં બને, જ્યાં સમભાવે લીન; નિજ શત્રુને છોડી દે, પરને બને આધીન. ૪૫ જે માત્માઓ સમભાવને ધારણ કરે છે, તેને એક બીજા દોષ પણ થાય છે, કારણ કે તે પરને આધીન થાય છે અને પોતાના દુશ્મનને છોડી મૂકે છે. જે મહાત્માઓ ધનધાન્યાદિ પરિગ્રહનો ત્યાગ કરીને પરમ શાંતતાને આદરે છે તેમ જ રાજા તથા રંકમાં સમાનભાવ રાખે છે તેઓ કેવી રીતે દોષના પાત્ર બની શકે ? તે તો સદાય પ્રશંસાપાત્ર છે, તોપણ શબ્દ-યોજનાથી નિંદા વડે આમ સ્તુતિ જ કરે છે, જ્ઞાની અનાદિના શત્રુ એટલે જ્ઞાનાવરણાદિ કર્મોને તજી પરનો એટલે પરમાત્માનો આશ્રય કરે છે તે તો એક પ્રકારનો ગુણ છે, પણ લોકવ્યવહારમાં સ્વાધીન શત્રુને છોડીને પરને આધીન થવું યોગ્ય ગણાતું નથી. તેથી નિંદા થઈ પરંતુ વાસ્તવિક રીતે તો આ નિંદા નથી પણ પ્રશંસા છે. अण्णु वि दोसु हवेइ तसु जो सम-भाउ करेइ। वियलु हवेविणु इक्कलउ उप्परि जगहँ चडेइ।।४६ ।। अन्यः अपि दोषः भवति तस्य यः समभावं करोति। विकलः भूत्वा एकाकी उपरि जगतः आरोहति।। ४६ ।। વળી સમભાવે સ્થિતને, દોષ અન્ય એ થાય; વિકલ થતાં એકલ અરે, જગમાથે ચઢી જાય. ૪૬ જે તપસ્વી મહામુનિ સમભાવને ધારણ કરે છે તેને બીજો પણ એ દોષ થાય છે, કે તે શરીર અથવા ધનધાન્યાદિથી રહિત થઈને એકલો જગતના શિખરે ચઢે છે, એટલે મોક્ષે જાય છે. જે તપસ્વી રાગાદિ વિકલ્પ રહિત પરમ ઉપશમરૂપ નિજ શુદ્ધાત્મસ્વરૂપની ભાવના કરે છે તે “કલ' શબ્દથી કહેવા યોગ્ય એવા શરીરને તજીને લોકની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #131 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૭ ઉપરે સિદ્ધપદમાં જઈને વિરાજે છે. એ કારણથી સમતાભાવી મહાત્મા સ્તુતિને યોગ્ય થાય છે અથવા જેમ લોકમાં કોઈ બુદ્ધિ, ધન વગેરેથી રહિત થતાં ઘેલો ગણાય છે અને નિંદા પામે છે તેમ શબ્દ છલથી તપોધન પણ નિંદા પામે છે પરંતુ તે વિકલ અર્થાત્ શરીરરહિત થઈ ત્રણ લોકના શિખર પર (મોક્ષમાં) વિરાજમાન થાય છે એમ સ્તુતિ જ છે, કારણ કે જે અનંત સિદ્ધ થયા તથા થશે તે શરીરરહિત સહજાન્મસ્વરૂપ થઈને લોકાગ્રે વિરાજે છે. ૪૬ પ્રક્ષેપકને કહે છે जा णिसि सयलहँ देहियहँ जोग्गिउ तहिं जग्गेइ। जहिं पुणु जग्गइ सयलु जगु सा णिसि मणिवि सुवेइ।।४६-१।। या निशा सकलानां देहिनां योगी तस्यां जागर्ति। यत्र पुनः जागर्ति सकलं जगत् तां निशां मत्वा स्वपिति।।४६-१।। સર્વ પ્રાણીની જે, નિશા, જાગે યોગી ત્યાંહિ; જ્યાં જગ બધું જાગે, મુનિ, ઊંઘે નિશિ ગણી ત્યાંહિ. ૪૬-૧ જે સર્વ સંસારી પ્રાણીઓની રાત્રિ છે, તેમાં પરમ તપસ્વી એવો યોગી જાગે છે. અને જેમાં સર્વ જીવો જાગે છે તે દશાને યોગી રાત્રિ માનીને સૂઈ રહે છે. સ્વ શુદ્ધાત્માના જ્ઞાનથી રહિત સર્વ અજ્ઞાની જીવોની, મિથ્યાત્વ રાગાદિ અંધકારથી વ્યાપ્ત જે રાત્રિ છે, તેમાં જ્ઞાની પુરુષો વીતરાગ નિર્વિકલ્પ જ્ઞાનરૂપી રત્નદીપકના પ્રકાશથી મિથ્યાત્વ રાગાદિ વિકલ્પજાળરૂપ અંધકારને દૂર કરીને પોતાના સ્વરૂપમાં અત્યંત સાવધાન થઈ નિરંતર જાગે છે તથા શુદ્ધાત્મજ્ઞાનથી રહિત આ અજ્ઞાનીજનો શુભાશુભ મન, વચન, કાયાના પરિણામરૂપ વ્યાપારમાં-એટલે વિષયકષાયરૂપ અવિદ્યામાં સાવધાન થઈને જાગે છે, ત્રણ ગુતિથી ગુમ એવા જ્ઞાનીઓ તેને રાત્રિ માનીને વીતરાગ નિર્વિકલ્પ પરમ સમાધિરૂપ યોગનિદ્રામાં સૂઈ રહે છે. સારાંશ આ છે કે ધ્યાની મહાત્માઓ સદા આત્મસ્વરૂપમાં લીન રહે છે, જાગતા રહે છે. જ્યારે અજ્ઞાનીઓ સંસારના વ્યવહાર પ્રપંચમાં સદાય મંડ્યા રહેવારૂપ જાગૃત રહી આત્માને જાણવારૂપ પરમાર્થ-કાર્યમાં સદાય ઊંઘે છે, અજાગૃત રહે છે. ૪૬–૧ णाणि मुएप्पिणु भाउ समु कित्थु वि जाइ ण राउ। जेण लहेसइ णाणमउ तेण जि अप्प-सहाउ।। ४७।। ज्ञानी मुक्त्वा भावं शमं क्वापि याति न रागम्। येन लभिष्यति ज्ञानमयं तेन एव आत्म-स्वभावम्।। ४७।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #132 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૧૮ રાગ કરે નહિ કયાંય પણ, જ્ઞાની તજી સમભાવ; તેથી જ પામે જ્ઞાનમય, નિજ સહજાત્મ સ્વભાવ. ૪૭ સ્વપરને જાણનાર જ્ઞાની પુરુષો એક પ્રશમભાવને મૂકીને કોઈ પણ બાહ્યપદાર્થમાં રાગ કરતા નથી જેથી આગામી કાળમાં તેઓ કેવલજ્ઞાનને પામશે તથા તે સમભાવથી જ તેમને આત્મસ્વભાવની પૂર્ણ પ્રાપ્તિ થશે. જ્ઞાની પુરુષ શુદ્ધાત્માનુભૂતિ લક્ષણવાળા સમભાવને તજીને બાહ્યભાવોમાં-પદાર્થોમાં રાગ કરતા નથી. આ સમભાવના અભાવમાં શુદ્ધાત્માનો લાભ થતો નથી. આ સમભાવ જ ભવસાગર તરવાનો મુખ્ય ઉપાય છે. પંચેન્દ્રિયના વિષયોની અભિલાષાથી રહિત એવો વીતરાગ પરમાનંદ સહિત નિર્વિકલ્પ જે પોતાનો ભાવ તે સમભાવ છે. ૪૭ જ્ઞાની અકર્તા છે– भणइ भणावइ णवि थुणइ दिइ णाणि ण कोइ । सिद्धिहि कारणु भाउ समु जाणंतर पर सोइ ।। ४८ ।। भणति भाणयति नैव स्तौति निन्दति ज्ञानी न कमपि । सिद्धेः कारणं भावं समं जानन् परं ભણે ભણાવે જ્ઞાની ના, સ્તુતિ નિંદા ન નિયમે સિદ્ધિ હેતુ એ, સમતા ભાવ લહેત. ૪૮ तमेव ।। ४८ ।। કરત; નિર્વિકલ્પ ધ્યાની પુરુષ કંઈ ભણતો નથી, કોઈને ભણાવતો નથી, કોઈની સ્તુતિ તથા નિંદા પણ કરતો નથી, પણ મોક્ષનું કારણ એક સમભાવ છે, એમ નિશ્ચયથી જાણીને પોતાના શુદ્ધ સહજાત્મસ્વરૂપમાં વિશેષપણે નિશ્ચળ થાય છે. આત્માનો અનુભવ કરતા જ્ઞાની પુરુષ રાગદ્વેષની ક્રિયાઓથી દૂર રહે છે. તેમને શત્રુ-મિત્ર, સુખદુ:ખ સર્વ સમાન છે. ૫૨મોપેક્ષા સંયમની ભાવનારૂપ, વિશુદ્ધ જ્ઞાનદર્શનવાળા પોતાના શુદ્ધાત્માની સમ્યક્ શ્રદ્ધા જ્ઞાન અને અનુભૂતિ લક્ષણવાળા તથા સાક્ષાત્ સિદ્ધિનું કારણ એવા સમયસારને જાણતા તથા ત્રિગુપ્તિથી ગુપ્ત અવસ્થામાં તેને અનુભવતા ભેદજ્ઞાની પુરુષો બીજા પ્રાણીઓને ભણાવતા નથી, પોતે ભણતા નથી તેમ જ કોઈની પ્રશંસા કે નિંદા કરતા નથી. ૪૮ જ્ઞાની ૫૨૫દાર્થોમાં રાગ-દ્વેષ કરતા નથી गंथहँ उप्परि परम-मुणि देसु वि करइ ण राउ। गंथहँ जेण वियाणियउ भिण्णउ अप्प - सहाउ।।४९।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #133 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૯ ग्रन्थस्य उपरि परममुनिः द्वेषमपि करोति न रागम्। ग्रन्थाद् येन विज्ञातः भिन्नः आत्म-स्वभावः।। ४९ ।। મુનિવર કરે ન ગ્રન્થ પર, રાગ-દ્વેષરૂપ ભાવ, કારણ ગ્રન્થથી ભિન્ન નિજ, જાણ્યો આત્મસ્વભાવ. ૪૯ જે મુનિએ પરિગ્રહથી ભિન્ન એવો પોતાનો શુદ્ધ સહજ આત્મસ્વભાવ જાણ્યો છે તે મહાત્મા પરિગ્રહ પ્રત્યે રાગ-દ્વેષ કરતા નથી. પણ શુદ્ધ સહુજાત્મ-સ્વભાવમાં રહે છે. ગ્રંથ એટલે બાહ્ય-અત્યંતર પરિગ્રહ અથવા ગ્રંથ એટલે શાસ્ત્રરચના આદિ, તે ગ્રંથ પ્રત્યે જ્ઞાની રાગ-દ્વેષ કરતા નથી. માત્ર પરિગ્રહને જાણે છે. બાહ્ય અને અભ્યતરના ભેદથી પરિગ્રહ બે પ્રકારે છે. તેમાં બાહ્ય પરિગ્રહ દશ પ્રકારે છે. અભ્યતર પરિગ્રહ ચૌદ પ્રકારે છે. મિથ્યાત્વ, ત્રણવદ અર્થાત્ સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને લોભ એમ ચૌદ પ્રકારે અત્યંતર પરિગ્રહ છે, અને ક્ષેત્ર, વાસ્તુ (મકાન), હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, દાસી-દાસ, કુષ્ય અને ભાંડ આ દશ પ્રકારનો બાહ્ય પરિગ્રહ કહેવાય છે. બન્ને પ્રકારના પરિગ્રહને ત્રણ જગત તથા ત્રણ કાલમાં મન, વચન, કાયા, કૃત, કારિત, અનુમોદનાથી તજીને અને શુદ્ધાત્માની પ્રાતિરૂપ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને પરપદાર્થોથી પોતાને જે ભિન્ન જાણે છે, તે પરિગ્રહ પ્રત્યે રાગ-દ્વેષ કરતા નથી. આવું કથન ગુણવાન નિર્ગસ્થને જ શોભે છે પણ પરિગ્રહવાનને નહિ. ૪૯ विसयहँ उप्परि परममणि देसु वि करइ ण राउ। विसयहँ जेण वियाणियउ भिण्णउ अप्प-सहाउ।।५।। विषयाणां उपरि परममुनिः द्वेषमपि करोति न रागम्। विषयेभ्यः येन विज्ञातः भिन्न आत्म-स्वभावः ।। ५० ।। કરે ન મુનિવર વિષય પર, રાગ-દ્વેષરૂપ ભાવ; કારણ વિષયથી ભિન્ન નિજ જાણ્યો આત્મસ્વભાવ. ૫૦ જેણે પોતાના શુદ્ધ સહજાભસ્વભાવને પાંચ ઇન્દ્રિયોથી ભિન્ન જાણો છે. તે પરમ મુનિ સ્પર્શાદિ વિષયો પ્રત્યે કિંચિત માત્ર પણ રાગ કે દ્વેષ કરતા નથી. દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય તથા તે ઇન્દ્રિયો વડે ગ્રહણ કરવા યોગ્ય જોયેલા, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #134 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨) સાંભળેલા તથા અનુભવેલા એવા વિષયોને ત્રણ જગત તથા ત્રણ કાળમાં મન, વચન, કાયા, કૃત, કારિત અને અનુમોદનાથી તજીને, નિજ શુદ્ધ સહજામસ્વરૂપની ભાવનાથી ઉત્પન્ન થયેલા વીતરાગ પરમાનંદ એક રૂપ સુખ લક્ષણવાળા અમૃત રસના આસ્વાદથી તૃપ્ત થઈને જે વિષયોથી ભિન્ન શુદ્ધાત્માનો અનુભવ કરે છે, તે મુનિ પંચેન્દ્રિયના વિષયોમાં કિંચિત્ માત્ર રાગદ્વેષ કરતા નથી. જે પંચેન્દ્રિયના વિષયસુખથી પાછા હઠીને સ્વ શુદ્ધાત્માના સુખમાં લીન રહે છે તેને જ આ વ્યાખ્યાન શોભે છે. વિષયાસક્ત જીવને આવું બોલવું શોભતું નથી. ૫૦ સમભાવી મુનિને દેહુ પ્રત્યે પણ રાગ-દ્વેષ નથી देहहँ उप्परि परम-मुणि देसु वि करइ ण राउ। देहहँ जेण वियाणियउ भिण्णउ अप्प-सहाउ।।११।। देहस्य उपरि परम मुनिः द्वेषमपि करोति न रागम्। देहाद् येन विज्ञातः भिन्नः आत्मस्वभावः।। ५१ ।। કરે ન મુનિવર શરીર પર, રાગ-દ્વેષરૂપ ભાવ; કારણ શરીરથી ભિન્ન નિજ જાણ્યો આત્મસ્વભાવ. ૫૧ પરમ મુનિ મનુષ્યાદિ શરીર ઉપર પણ રાગ-દ્વેષ કરતા નથી, કારણ કે તેઓએ દેથી ભિન્ન પોતાના શુદ્ધ સહજામ સ્વભાવને જાણ્યો છે. તેથી શુભ શરીર ઉપર રાગ અને અશુભ ઉપર દ્વેષ કરતા નથી. પણ એમ ચિંતવે છે કે દેહ તો જડ છે અને આત્મા ચૈતન્યમય છે. જડ અને ચૈતન્યનો વળી સંબંધ કેવો? ઇન્દ્રિયોના નિમિત્તે જે સુખ થાય છે તે દુ:ખરૂપ જ છે. શ્રી પ્રવચનસાર-શાસ્ત્રમાં કહ્યું છે કે " सपरं बाघासहियं विच्छिण्णं बन्धकारणं विसमं। जं इंदियेहिं लद्धं तं सुक्खं दुक्खमेव तहा।।" ઇન્દ્રિયસુખ પરાધીન છે. બાધા સહિત છે, નિરાબાધ નથી, નાશવંત છે. બંધનું કારણ છે, અને વિષય એટલે કર્મ પ્રમાણે વધે-ઘટે છે; આવું જે ઇન્દ્રિયસુખ છે તે વાસ્તવિકપણે દુ:ખ જ છે. ઉપરોક્ત લક્ષણવાળા જોયેલા, સાંભળેલા અને અનુભવેલા દેહજન્ય સુખને ત્રણલોક અને ત્રણકાળમાં મન, વચન, કાયા, કૃત, કારિત તથા અનુમોદનાથી તજીને વીતરાગ નિર્વિકલ્પ સમાધિના બળથી પારમાર્થિક અનાકુળતા લક્ષણવાળા સુખમાં પરિણમેલા એવા પોતાના પરમ આત્મામાં સ્થિત થઈને જે દેહથી ભિન્ન પોતાના શુદ્ધ સહજાન્મસ્વરૂપને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #135 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૨૧ જાણે છે, તે દેહ ઉપર રાગ-દ્વેષ કરતા નથી, અહીં જે સર્વ પ્રકારે દેહની મમતા તજીને દેહ–સુખને અનુભવતા નથી, તેને જ આ વ્યાખ્યાન શોભે છે પરંતુ દેહમાં મમતા રાખનારાઓને નહીં. ૫૧ वित्ति-णिवित्तिहिं परम-मुणि देसु वि करइ ण राउ। बंधहँ हेउ वियाणियउ एयहँ जेय सहाउ ।। ५२ ।। वृत्तिनिवृत्योः परममुनिः द्वेषमपि करोति न रागम्। વન્યસ્ય હેતુ: વિજ્ઞાત: પુતયો: યેન સ્વમાવ:।।૨।। કરે ન વૃત્તિ નિવૃત્તિ ૫૨, રાગ-દ્વેષ મુનિરાય; જાણ્યો સ્વભાવ બેઉનો, બંધ-હેતુ દુ:ખદાય. ૫૨ પરમ મુનિ પ્રવૃત્તિ તથા નિવૃત્તિમાં પણ રાગ-દ્વેષ કરતા નથી, કારણ કે તે મુનિએ એમ જાણ્યું છે કે તે બન્ને બંધનાં કારણ છે. ૫૨મ મુનિ વ્રત તથા અવ્રતમાં રાગ-દ્વેષ પરિણામ કરતા નથી, કારણ કે વ્રત–અવ્રત પરિણામ પુણ્ય-પાપનાં કારણ છે, એમ જાણીને તે મુનિ પોતાના આત્મ-સ્વભાવમાં લીન રહે છે. વ્રત-અવ્રતના વિકલ્પમાં પરિણમતા નથી, એટલે તે પ્રત્યે રાગદ્વેષની પરિણતિ કરતા નથી. અહીં પ્રભાકર ભટ્ટ કહે છે કે-જો વ્રતધારીને વ્રત ઉપ૨ ૨ાગ ન હોય તો વ્રત ધારણ કરવાનું કામ શું? અને રાગ વગર વ્રત કેવી રીતે ધારણ કરાય તથા પાલન કરાય ? ઉપરના કથનથી તો વ્રતોનો નિષેધ થાય છે. આચાર્યશ્રી ઉત્તર આપે છે કે-વ્રત શબ્દનો અર્થ સમજવો જોઈએ. સર્વ શુભઅશુભ ભાવોની નિવૃત્તિનું નામ વ્રત છે, અથવા હિંસાદિ સર્વ પાપોનો ત્યાગ તે વ્રત છે, તેથી ‘તત્ત્વાર્થસૂત્ર 'માં કહ્યું છે કે-“હિંસાવૃતસ્તેયાબ્રહ્મપરિગ્રહેમ્યો વિપતિવ્રતમ્ ”।। અન્ય સ્થળે પણ કહ્યું છે: रागद्वेष प्रवृत्तिः स्यान्निवृत्तिस्तन्निषेधनम्। तौ च बाह्मार्थसम्बन्धौ तस्मात्तांस्तु परित्यजेत्।। રાગ-દ્વેષને પ્રવૃત્તિ કહે છે તથા તેઓનો નિષેધ તે નિવૃત્તિ છે, એ બન્ને પોતાનાં નથી, બીજા પદાર્થના સંબંધથી થાય છે, માટે તજવા યોગ્ય છે. અહિંસાદિ વ્રતો પણ વ્યવહારનયની અપેક્ષાએ એદેશવ્રત છે, તેનો ખુલાસો કરે છે. જીવઘાતની નિવૃત્તિ અને દયામાં પ્રવૃત્તિ, અસત્ય વચનની નિવૃત્તિ અને સત્ય વચનમાં પ્રવૃત્તિ, ચોરીની નિવૃત્તિ અને અચૌર્યમાં પ્રવૃત્તિ ઇત્યાદિ એક દેશવ્રત કહેવાય છે. આ વ્રતમાં અશુભ મનવચન-કાયાના વ્યાપારનો ત્યાગ કરી શુભમાં પ્રવર્તન કરાય છે તેથી તેને એકદેશવ્રત કહે છે. રાગ-દ્વેષરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #136 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨ સંકલ્પ-વિકલ્પના તરંગોના સમુદાયથી રહિત ત્રિગુતિથી ગુપ્ત પરમ સમાધિમાં શુભ-અશુભના ત્યાગથી પરિપૂર્ણ વ્રત થાય છે. માટે પ્રથમ અવસ્થામાં વ્રતનો નિષેધ નથી; ત્યાં એકદેશવ્રત છે; અને પૂર્ણ અવસ્થામાં સર્વદેશવ્રત હોય છે. અહીં કોઈ કહે છે કે વ્રત ધારણ કરવાથી શો લાભ? આત્મભાવનાથી મોક્ષ થાય છે તો તે જ ભાવવી જોઈએ. ભરત મહારાજને કયાં વ્રત હતાં? છતાં બે ઘડીમાં કેવલજ્ઞાન પામી મોક્ષે ચાલ્યા ગયા. તેનું સમાધાન કરે છે-ભરત મહારાજાએ જૈન દીક્ષા લીધી હતી, કેશ-લોચ કર્યો હતો અને અહિંસાદિ વ્રતોને આદર્યા હતાં. પછી એક અંતર્મુહૂર્તમાં સમસ્ત વિકલ્પોને રોકીને શુકલધ્યાનમાં તત્પર થઈ કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. રાજ્ય છોડી મુનિ થયા ત્યારે તે કેવલજ્ઞાન પામ્યા. મહાવ્રતને ધારણ કર્યા વિના મોક્ષ થતો નથી. મહાવ્રત ધારણ કરી તે અલ્પકાળમાં કેવલજ્ઞાન પામ્યા તેથી મહાવ્રતની પ્રસિદ્ધિ નથી. તે ભરત મહારાજે પૂર્વભવમાં સંયમની આરાધના કરેલી હતી અર્થાત્ અભ્યાસ વગર કાર્યની સિદ્ધિ થતી નથી. કોઈ અજ્ઞાની એમ માને કે અમે પણ ભારતની સમાન અંતકાલમાં તેમ કરી લઈશું તો તે માનવું યોગ્ય નથી. કોઈ જન્માંધને યદિ સહજમાં નિધાન-લાભ થઈ જાય તો તે કંઈ રાજમાર્ગ નથી એટલે બધા આંધળાઓને એમ નિધાન લાભ થઈ જાય એમ નથી. પર बंधहँ मोक्खहँ हेउ णिउ जो णवि जाणइ कोइ। सो पर मोहिं करइ जिय पुण्णु वि पाउ वि दोइ।।५३।। बन्धस्य मोक्षस्य हेतुः निजः यः नैव जानाति कश्चित्। य परं मोहेन करोति जीव पुण्यमपि पापमपि द्वे अपि।। ५३।। જે જાણે નહિ બંધ કે, મોક્ષ હેતુ નિજ ભાવ; તે જ મોહથી જીવ કરે, પુણ્ય પાપ દ્રય ભાવ. પ૩ સ્વભાવ-પરિણામ મોક્ષનું કારણ છે અને વિભાવ-પરિણામ બંધનું કારણ છે એમ જે જાણતો નથી તે આત્મા જ પુણ્ય-પાપનો કર્તા થાય, બીજો નહિ. જે કોઈ જીવ બંધ અને મોક્ષનું કારણ પોતાના વિભાવ તથા સ્વભાવ પરિણામ છે, એમ નથી જાણતો તે જ મોહને લીધે પુષ્ય અને પાપ કર્યા કરે છે. પોતાના શુદ્ધ સહુજાત્માની અનુભૂતિની રુચિથી વિપરીત એવું મિથ્યાદર્શન છે, શુદ્ધ સહજાત્માના જ્ઞાનથી વિરુદ્ધ મિથ્યાજ્ઞાન છે, અને શુદ્ધાત્મસ્વરૂપમાં નિશ્ચળતારૂપ સમ્યક્રચારિત્રથી વિપરીત મિથ્યાચારિત્ર છે; આ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર બંધનાં કારણો છે અને ભેદભેદરૂપ રત્નત્રય જ મોક્ષનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #137 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૨૩ માર્ગ છે, એમ જે જીવ નથી જાણતો તે જીવ મોહાધીન થઈ પુણ્ય-પાપમાં પ્રવૃત્તિ કર્યા કરે છે. પુણ્યને ઉપાદેય સમજીને કર્યા કરે છે તથા પાપને હૈય સમજીને તજે છે. પણ નિશ્ચયથી બન્ને એક છે એમ માનવા પ્રયત્ન કરતો નથી. ૫૩ પુણ્ય-પાપનું કર્તાપણું કહે છે दंसण- णाण-चरित्तमउ जो णवि अप्पु मुणेइ । मोक्खहँ कारणु भविवि जिय सो पर ताहँ करेइ ।। ५४ ।। છે दर्शनज्ञानचरित्रमयं ય नैवात्मानं मोक्षस्य कारणं भणित्वा जीव स परं ते करोति । । ५४ ।। મનુતે દર્શન જ્ઞાન ચરિત્રમય, આત્મા શ્રદ્ધે નાંહિ; તે જ મોક્ષ કા૨ણ ગણી, કરે ઉભય તે આંહિ. ૫૪ હે જીવ, જે જીવો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યક્ચારિત્રરૂપ શુદ્ધ સહજાત્માને શ્રદ્ધતા નથી, તે આત્માઓ પુણ્યની પ્રવૃત્તિ તથા પાપની નિવૃત્તિને મોક્ષનું કારણ સમજીને કર્યા કરે છે, અર્થાત્ શુભાશુભ કાર્યમાં પ્રવર્ત્ય કરે છે. નિજ શુદ્ધાત્મ ભાવનાથી ઉત્પન્ન થયેલ વીતરાગ સહજ આનંદ એકરૂપ સુખરસના આસ્વાદની રુચિરૂપ સમ્યગ્દર્શન, તે જ સ્વ શુદ્ધાત્મામાં વીતરાગ નિત્યાનંદ સ્વસંવેદનરૂપ સમ્યજ્ઞાન તથા વીતરાગ સહજ આનંદ એક પરમ સમરસીભાવથી ( એટલે આત્માના અનુભવથી) આત્મામાં જે સ્થિરતા થાય છે તે ચારિત્ર છે. આ પ્રમાણે એ ત્રણે સ્વરૂપ અર્થાત્ રત્નત્રયમાં પરિણમેલા આત્માને જે મોક્ષનું કારણ માનતો નથી તે જીવ પુણ્યને ઉપાદેય અને પાપને હેય ગણે છે. પરંતુ જે પૂર્વોક્ત રત્નત્રયમાં પરિણમેલા આત્માને જ મોક્ષમાર્ગ માને-જાણે છે, તે સમ્યગ્દષ્ટિ જીવને જોકે સંસાર-સ્થિતિને નાશ કરવામાં કારણભૂત એવા સમ્યક્ત્વાદિ ગુણથી પરંપરાએ મુક્તિના કારણરૂપ તીર્થંકરાદિ શુભ પ્રકૃતિઓનો અનિચ્છાપૂર્વક આસ્રવ થાય છે તોપણ સમ્યગ્દષ્ટિ જીવ તેને ઉપાદેય ગણતા નથી. ૫૪ નિશ્ચયથી પુણ્ય-પાપને જે સમાન નથી માનતો તે સંસારમાં ભટકે जो णवि मण्णइ जीउ समु पुण्णु वि पाउ वि दोइ । सो चिरु दुक्खु सहंतु जिय मोहिं हिंडइ लोइ ।। ५५ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #138 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૨૪ यः नैव मन्यते जीवः समाने पुण्यमपि पापमपि द्वे। स चिरं दुःखं सहमान: जीव मोहेन हिण्डते लोके ।। ५५ ।। પુણ્ય-પાપ એ બેઉને, ગણે ન સમ જે કોય; સહતાં દુઃખ ચિ૨ ભવ ભમે, મોહવશે જીવ સોય. ૫૫ જે જીવો નિશ્ચયનયથી પુણ્ય અને પાપ બન્નેને સરખા ગણતા નથી, તે મોહથી મોહિત થઈ ઘણા કાળ સુધી દુઃખ સહન કરતા લોકમાં પરિભ્રમણ કરે છે. જો કે અસદ્દભૂત (અસત્ય ) વ્યવહારનયથી દ્રવ્ય પુણ્ય-પાપ પરસ્પર જુદા જુદા છે, તેમ જ અશુદ્ધ નિશ્ચયનયની ભાવ પુણ્ય-પાપ પણ પરસ્પર ભિન્ન ભિન્ન છે, તોપણ શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ પુણ્ય-પાપ એ બન્ને શુદ્ધાત્માથી ભિન્ન હોવાને લીધે આત્મસ્વભાવરૂપ નથી પણ બંધરૂપ છે, તેથી તે બન્ને પુણ્ય અને પાપ સમાન સ્વભાવના ધારક હોવાથી એક જ છે. જે જીવો અપેક્ષાપૂર્વક પુણ્ય-પાપને સમાન (બંધપણાની અપેક્ષાએ ) નથી માનતા તેઓ મોહકર્મથી ઉન્મત્ત થઈને સંસારમાં પરિભ્રમણ કરે છે. અત્રે પ્રભાકર ભટ્ટ કહે છે કે-કેટલાક મનુષ્યો પુણ્ય-પાપને સમાન માનીને સ્વચ્છંદી થઈને ફરે છે તો તેઓને આપ શા માટે દૂષણ આપો છો? ત્યારે આચાર્ય મહારાજ ઉત્તર આપે છે કે-શુદ્ધાત્માનુભૂતિ સ્વરૂપ ત્રણ ગુપ્તિથી ગુસ એવી વીતરાગ સમાધિને પામીને ધ્યાનમાં એકાગ્ર થઈ પુણ્ય-પાપને જે સમાન માને છે, તેઓનું માનવું યથાર્થ છે. પણ જે અજ્ઞાની જીવો પરમ સમાધિને પામ્યા સિવાય ગૃહસ્થાશ્રમમાં દાન, પૂજા આદિ શુભ ક્રિયાઓને છોડી દે કે મુનિપણામાં આવશ્યકાદિ ક્રિયાઓને ત્યાગી દે તો તે બેય બાજુથી ભ્રષ્ટ થાય છે; યતિ અથવા શ્રાવકપદમાં સ્થિત રહી શકતા નથી તેથી તેઓ નિંદાયોગ્ય થાય છે અને તેમને દૂષણ આપવામાં આવે છે. ૫૫ वर जिय पावइँ सुंदरइँ णाणिय ताइँ भणति । जीवहँ दुःक्खइँ जणिवि लहु सिवमइँ जाइँ कुणंति ।। ५६ ।। वरं जीव पापानि सुन्दराणि ज्ञानिनः तानि भणति । जीवानां दुःखानि जनित्वा लघु शिवमतिं यानि कुर्वन्ति ।। ५६ ।। અતિ સુંદર તે પાપ પણ, જ્ઞાની કહે જીવ એમ; દઈ દુ:ખ જીવને શીઘ્ર જે, કરે શિવદમતિ ક્ષેમ. ૫૬ હે જીવ, જે પાપનો ઉદય જીવોને દુઃખ આપીને પણ શીઘ્ર મોક્ષે જવાય એવા ઉપાયમાં મતિને પ્રેરે છે, તે પાપ પણ ઘણું સારું છે એમ જ્ઞાનીઓ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #139 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૨૫ તે પાપોદય પણ જીવને એક પ્રકારે ઉત્તમ છે કે જેથી દુઃખને ભોગવતાં, જીવની બુદ્ધિ સર્વ દુઃખના આત્યંતિક અભાવનું કારણ એવા મોક્ષમાર્ગરૂપ ભેદ-અભેદાત્મક રત્નત્રયમાં એકાગ્ર થાય. કહ્યું છે કે “આર્ત્ત નરા ધર્મપરા ભવન્તિ” અર્થાત્ ઘણું કરીને દુ:ખી મનુષ્યો ધર્મમાં તત્પર થાય છે. ૫૬ પુણ્ય-કર્મનું ફળ બતાવે છે– मं पुणु पुण्णइँ भल्लाइँ णाणिय ताइँ भणति । जीवहँ रज्जइँ देवि लहु दुक्खइँ जाँ जणंति।।५७।। मा पुनः पुण्यानि भद्राणि ज्ञानिनः तानि भणन्ति। जीवस्य राज्यानि दत्वा लघु दुःखानि यानि जनयन्ति ।। ५७।। જ્ઞાની કહે, તે ઇષ્ટ નહિ, પુણ્યો પણ સુખદાય; જીવને રાજ્ય દઈ ત્વરિત, ઉપજાવે દુ:ખ લાય. ૫૭ હે જીવ, જ્ઞાનીઓ કહે છે કે તે પુણ્ય પણ સારાં નથી કે જે પુણ્ય જીવને રાજ્યાદિ સંપત્તિ આપીને પણ નરકાદિ અસહ્ય દુઃખ દાવાનળમાં નાખે છે. પોતાની શુદ્ધાત્મ ભાવનાથી ઉત્પન્ન થયેલ વીતરાગ પરમ આનંદ એકરૂપ જે સુખનો અનુભવ છે તેથી વિપરીત જોયેલા, સાંભળેલા તથા અનુભવ કરેલા ભોગોની આકાંક્ષારૂપ નિદાનબંધસહિત જ્ઞાન, તપ દાનાદિ વડે ઉપાર્જન કરાયેલાં પુણ્યકર્મ હેય (તજવા યોગ્ય) છે. કારણ કે નિદાનવાળા પુણ્યથી ભવાંતરમાં રાજ્યાદિ વિભૂતિ પામીને અજ્ઞાની જીવ વિષય-ભોગોને તજી શકતો નથી. તેથી તે પુણ્યાદિની સમાપ્તિ થયા પછી જીવનકાદિ ગતિનાં દુઃખ પામે છે. રાવણ નિદાનબંધ કરીને પ્રતિનારાયણ થયો અને ભોગોમાં આસક્ત થઈને મરણ પામી દુર્ગતિએ ગયો તે કારણથી પુણ્ય પણ હૈય છે. જે નિદાનરહિત પુણ્યવાળા પુરુષો છે તે તો ભવાંતરમાં રાજ્ય આદિ વૈભવ પામીને, પછી તેનો ત્યાગ કરીને, જિનદીક્ષા ધારણ કરીને બળદેવાદિની સમાન ઊર્ધ્વગામી ( મોક્ષગામી) થાય છે. કહ્યું છે કે “ર્ધ્વા વતવેવા: સુર્નિર્નિવાના મવાન્તરે” પૂર્વમાં જેણે નિદાનબંધ કર્યો નથી એવા બળદેવો ઊર્ધ્વગામી થાય છે. ૫૭ સમ્યક્ત્વ વિનાનું પુણ્ય પણ સારું નથી वर णिय दंसण अहिमुहउ मरणु वि जीव लहेसि । माणिय- दंसण- विम्मुहउ पुण्णु वि जीव करेसि ।। ५८ ।। वरं निजदर्शनाभिमुखः मरणमपि जीव लभस्व। मा निजदर्शनविमुखः पुण्यमपि जीव करिष्यसि ।। ५८ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #140 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૨૬ નિજ દર્શન સન્મુખ જો, મ૨ણ તોય તે શ્રેષ્ઠ; નિજ દર્શનથી વિમુખ, જીવ, પુણ્ય તેય નહિ ઇષ્ટ. ૫૮ હે જીવ, પોતાના આત્મસ્વભાવરૂપ સમ્યગ્દર્શનની સન્મુખ થઈને જો મરણ થાય તોપણ ઉત્તમ છે, પણ હૈ જીવ પોતાના આત્મદર્શનથી વિમુખ થઈને જો તું પુણ્ય કરે છે તોપણ તે સારું નથી. પોતાના શુદ્ધ સહજાત્મસ્વરૂપ નિર્દોષ ૫રમાત્માની અનુભૂતિની રુચિરૂપ સમ્યગ્દર્શનની સન્મુખ થઈ જો તારું મરણ થાય તો પણ સારું છે, પણ સમ્યગ્દર્શન વિનાનું પુણ્ય પણ જીવને હિતકારી નથી, સમ્યક્ત્વરહિત જીવો પુણ્યસહિત હોય તોપણ પાપ જીવ કહેવાય છે અને સમ્યગ્દષ્ટિ પૂર્વભવે ઉપાર્જન કરેલા પાપના ફળને ભોગવતા છતાં પુણ્ય જીવ કહેવાય છે. તેથી સમ્યક્ત્વસહિત મરણ પણ ઉત્તમ છે. જ્યારે સમ્યક્ત્વરહિત જીવોનું પુણ્ય પણ કલ્યાણકારી નથી, કારણ કે નિદાન બંધવાળા પુણ્યથી આ જીવ બીજા ભવમાં ભોગોને મેળવી તેમાં મોહ કરી પછી નરકે જાય છે. કહ્યું છે કેઃ “ वरं नरकवासोऽपि सम्यक्त्वेन हि न तु सम्यक्त्वहीनस्य निवासो दिवि संयुतः । राजते ।। સમ્યગ્દર્શન સહિત નરકવાસ પણ ઉત્તમ છે. પણ તે વિનાનો દેવલોકનો નિવાસ પણ સુખકારી નથી અર્થાત્ શ્રેયરૂપ નથી. ૫૮ जेणिय-दंसण-अहिमुहा सोक्खु अणंतु लहंति । तिं विणु पुण्णु करंतां वि दुक्खु अणंतु सहंति ।। ५९ ।। ये निजदर्शनाभिमुखाः सौख्यमनन्तं लभन्ते। तेन विना पुण्यं कुर्वाणा अपि दुःखमनन्तं सहन्ते।। ५९।। નિજ દર્શન સન્મુખ તે, લહતા સૌખ્ય અનંત; તે વિણ પુણ્ય કરે છતાં, સહતા દુ:ખ દુરંત. ૫૯ જેઓ નિજ શુદ્ધ આત્મ-દર્શનરૂપ સમ્યગ્દર્શનની સન્મુખ છે, તેઓ અનંત સુખ પામે છે, પણ તેથી બીજા જીવો પુણ્ય કરવા છતાં સમ્યગ્દર્શનરહિત હોવાના કારણે અનંત દુઃખ સહન કરે છે. નિજ શુદ્ધાત્માની પ્રાપ્તિરૂપ નિશ્ચય સમ્યક્ત્વની સન્મુખ થયેલા સત્પુરુષો ધર્મપુત્ર (યુધિષ્ઠિર ), ભીમ તથા અર્જુનની સમાન આ જ ભવમાં મોક્ષરૂપ અવિનાશી સુખને પામે છે તેમ જ કેટલાક નકુલ અને સહદેવની સમાન અમિંદ્ર-પદનાં સુખ પામે છે. પરંતુ જેઓ સમ્યગ્દર્શનથી રહિત છે તે મિથ્યાદષ્ટિ જીવો પુણ્ય પણ કરે છે છતાં તે મોક્ષના અધિકારી થતા નથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #141 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૭ અને સંસારમાં જ પરિભ્રમણ કરે છે. નિશ્ચયનયની અપેક્ષાએ પુણ્યને નિષેધે છે पुण्णेण होइ विहवो विहवेण मओ मएण मइ-मोहो। मइ-मोहेण य पावं ता पुण्णं अम्ह मा होउ।।६०।। पुण्येन भवति विभवो विभवेन मदो मदेन मतिमोहः। मतिमोहेन च पापं तस्मात् पुण्यं अस्माकं मा भवतु।। ६०।। પુણ્ય વૈભવ તેથી મદ, મદથી મતિ ભ્રમ જાણ; મતિભ્રમથી વળી પાપ તો, પુણ્ય હજો ન નિદાન. ૬૦ પુણ્યથી ધન પ્રાપ્ત થાય છે, ધનથી અભિમાન થાય છે, અભિમાનથી બુદ્ધિમાં વ્યામોહ (ભ્રમ) વિવેકમૂઢતા થાય છે અને બુદ્ધિની મૂઢતાથી પાપ થાય છે તેથી તે પુણ્ય અમને ન હો. રત્નત્રયની ભાવનાથી રહિત એવા અજ્ઞાની જીવને પુણ્યોદયથી જે વૈભવ આદિ સંસારની ઉત્તમ ભોગ-સામગ્રી મળે છે તેથી તેઓ અભિમાન કરી પાપોપાર્જન કરી દુર્ગતિમાં જઈ ત્યાંનાં અપાર કષ્ટો ભોગવે છે. માટે મિથ્યાષ્ટિઓનું પુણ્ય એક પ્રકારે પાપનું કારણ બને છે. સમ્યગ્દષ્ટિ પુણ્યના ઉદયમાં વિવેકથી કામ લે છે. માટે તેને ભરત, સગર, રામ તથા પાંડવાદિ મહાપુરુષોની સમાન પુણ્યબંધ અભિમાનનું કારણ થતું નથી. જો ધન સર્વને અભિમાન ઉત્પન્ન કરતું હોય તો સમ્યગ્દષ્ટિ પુણ્યવાન પુરુષો કેવી રીતે મદ, અહંકારાદિ વિકલ્પો તજીને મોક્ષ પામત. સમ્યગ્દષ્ટિ જીવ ચક્રવર્તીની વિભૂતિમાં પણ ગર્વરહિત રહે છે, પણ તેમાં આનંદ માનતા નથી; જ્યારે મિથ્યાદષ્ટિ સંસારના તુચ્છ પદાર્થોમાં પણ અતિશય લુબ્ધ થઈ તેને છોડી શકતા નથી. શ્રી ગુણભદ્રાચાર્યે આત્માનુશાસનમાં કહ્યું છે કે" सत्यं वाचि मतौ श्रुतं हृदिदया शौर्य भुजे विक्रमे, लक्ष्मी नमनूनअथिनिचये मार्गे गतिर्निवृत्तेः । येषां प्रागजनीह तेऽपि निरहंकाराः श्रुते गोचराः વિત્ર સમ્રતિ સેશતોરે ન જુણાસ્તેષાં તથાણુદ્ધતા.” પૂર્વપુરુષોની વાણીમાં સત્ય, મતિમાં શ્રુત, મનમાં દયા, પરાક્રમરૂપ ભુજાઓમાં શૂરવીરતા, યાચકોને પૂર્ણ લક્ષ્મીનું દાન અને મોક્ષમાર્ગમાં ગમન ઇત્યાદિ સદગુણો હતા એમ આગમમાં સંભળાય છે. પણ આશ્ચર્ય છે કે આ પંચમકાલમાં લેશમાત્ર એવા ગુણો નથી છતાં મનુષ્યોમાં ઉદ્ધતપણું વિશેષ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #142 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮ રીતે જોવામાં આવે છે. અર્થાત અત્યારની પ્રજામાં ગુણોની અપેક્ષાએ અભિમાન વિશેષ દેખાય છે. ૬૦ ભક્તિથી મુખ્યપણે પુણ્ય બંધાય છે અને પરંપરાએ મોક્ષ થાય છે: देवहँ सत्थहँ मुणिवरहँ भत्तिए पुण्णु हवेइ। —-૩૩ પુણુ દોડ઼ Mવિ અને સંતિ મળે તાદ્દશા देवानां शास्त्राणां मुनिवराणां भक्त्या पुण्यं भवति। कर्मक्षयः पुनः भवति नैव आर्यः शान्तिः भणति।। ६१।। દેવ, શાસ્ત્ર મુનિવર તણી, ભક્તિથી પુણ્ય પમાય; નહિ કર્મક્ષય તેથી પણ, કહે આર્ય મુનિરાય. ૬૧ શ્રી વીતરાગદેવ પરમાગમ અને પરમ મુનિઓની ભક્તિ કરવાથી મુખ્યપણે પુણ્ય થાય છે, પણ કર્મ-ક્ષય થતો નથી એમ આર્ય શાંતિ કહે છે. સમ્યકદર્શનસહિત દેવ, શાસ્ત્ર તથા ગુરુની ભક્તિ કરવાથી મુખ્યપણે પુણ્ય બંધાય છે, મોક્ષ થતો નથી પણ પરંપરાએ મોક્ષ થાય છે. મિથ્યાષ્ટિઓને ભાવ-ભક્તિ હોતી જ નથી. લૌકિક બાહ્ય ભક્તિ હોય છે અને તેથી કંઈક મંદ પુણ્ય-બંધ કરે છે. અહીં પ્રભાકર ભટ્ટ કહે છે-હે ગુરુદેવ, જે પુણ્ય મુખ્યપણે મોક્ષનું કારણ થતું નથી તો ઉપાદેય પણ ન ગણાય. ત્યારે પૂર્વસમયમાં ભરત, સગર, શ્રીરામચંદ્ર તથા પાંડવાદિ આર્ય પુરુષો નિરંતર પંચપરમેષ્ઠીનું ગુણ-સ્મરણ, દાન, પૂજાદિ વડે ભક્તિમય થઈને શા માટે પુણ્ય-ઉપાર્જન કરતા હતા? શ્રી ગુરુ સમાધાન કરે છે જેમ પરદેશમાં રહેલા કોઈ રામાદિ પુરુષ પોતાની પ્રિય સ્ત્રી સીતા આદિ પાસેથી આવેલા માણસની સાથે વાતો કરે, તેને માન આપે અને તેને દાન વગેરે આપે તેનું કારણ પોતાની સ્ત્રી પ્રત્યેનો પ્રેમ છે, તેમ ભરત, સગર, રામ તથા પાંડવાદિ તત્ત્વજ્ઞાનીઓ વીતરાગ પરમાનંદરૂપ મોક્ષલક્ષ્મીની ઇચ્છા રાખી સંસારની સ્થિતિને છેદવા અર્થે, આર્ત-રૌદ્ર ધ્યાનને નાશ કરવામાં કારણ એવી પંચપરમેષ્ઠીની ભક્તિ આદિ કરે છે, તોપણ તેઓની દષ્ટિ કેવળ નિજ પરિણતિમાં હોય છે પણ પરભાવમાં નહિ. તેથી શુભકિયાવાન સમ્યગ્દષ્ટિને જેમ ખેડૂતને ત્યાં ધાન્યની સાથે વગર પ્રયાસ પરાળાદિ પાકે છે તેમ વગર ઇચ્છાએ સહજે શુભાસ્રવ થાય છે. ૬૧ દેવ, શાસ્ત્ર તથા ગુરુની નિંદાથી પાપ-બંધ થાય છે. देवहँ सत्थहँ मुणिवरहँ जो विद्देसु करेइ। णियमें पाउ हवेइ तसु जें संसारु भमेइ।।६२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #143 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૯ देवनां शास्त्राणां मुनिवराणां यो विद्वेषं करोति। नियमेन पापं भवति तस्य येन संसारं भ्रमति।। ६२ ।। દેવશાસ્ત્ર મુનિવર તણો દ્વેષ કરે જો કોય; નિયમે પાપ ઉપાર્જતાં, ભવમાં ભમતા સોય. ૬૨ જે જીવ શ્રી વીતરાગદેવ, વીતરાગ શાસ્ત્ર અને નિર્ઝન્થ મુનિઓ પ્રત્યે દ્રષ-બુદ્ધિ રાખે છે, તે જીવને નિયમથી પાપબંધ થાય છે કે જે પાપથી તે સંસારમાં પરિભ્રમણ કરે છે. નિજ શુદ્ધ સહજામસ્વરૂપ પરમાત્મા-દ્રવ્યની પ્રાપ્તિની રુચિરૂપ નિશ્ચયસમ્યકત્વનું કારણ તત્વાર્થશ્રદ્ધારૂપ વ્યવહાર સમ્યકત્વના વિષયભૂત એવાં દેવ, શાસ્ત્ર અને ગુરુની જે જીવ નિંદા કરે છે તે મિથ્યાદષ્ટિ થાય છે તથા મિથ્યાત્વથી તે પાપ બાંધે છે. તે પાપ-બંધથી ચાર ગતિમય સંસારમાં પરિભ્રમણ થાય છે. ૬ર પુણ્ય-પાપનું ફળ કહે છે... पावें णारउ तिरिउ जिउ पुण्णे अमरु वियाणु। मिस्से माणुस-गइ लहइ दोहि वि खइ णिव्वाणु।।६३।। पापेन नारकः तिर्यग् जीवः पुण्येनामरो विजानीहि। मिश्रेण मनुष्यगतिं लभते द्वयोरपि क्षये निर्वाणम्।। ६३ ।। પાપે તિર્ય... નરક જીવ, પુણ્ય દેવ વિજાણ; મિત્રે મનુષ્યગતિ મળે, ઉભયક્ષયે નિર્વાણ. ૬૩ આ જીવ પાપના ઉદયથી નરકગતિ અથવા તિર્યંચગતિ એટલે પશુગતિ પામે છે, પુણ્યથી દેવ થાય છે અને મિશ્ર–એટલે પુણ્ય-પાપ બન્નેની સમાનતાથી મનુષ્યગતિ પામે છે પણ બન્નેના ક્ષયથી મોક્ષ પામે છે, તેમ તમે જાણો. સહજ શુદ્ધ જ્ઞાનાનંદમય એક સ્વભાવવાળા પરમાત્મા છે. તેથી વિપરીત એવા પાપકર્મના ઉદયથી આ જીવ નરક પશુ આદિ ગતિમાં જઈ અનેક કષ્ટો સહન કરે છે તેમ જ આત્મ-સ્વરૂપથી ભિન્ન એવા શુભ કર્મના ઉદયથી જીવ દેવ થાય છે તથા બન્નેની સમાનતાથી માનવ થાય છે અને નિજ શુદ્ધ સહજામતત્ત્વની સમ્યક શ્રદ્ધા, જ્ઞાન અને આચરણરૂપ શુદ્ધોપયોગથી જીવ સંસાર-બંધનોથી મુક્ત થાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કેઃ पावेण णरयतिरियं घम्मेण देवलोयम्मि। मिस्सेण माणुसत्तं दोण्हं पि खएण णिव्वाणं।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #144 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૩૦ જીવ પાપથી નરક, તિર્યંયગતિમાં જાય છે. ધર્મ એટલે પુણ્યથી દેવલોક પામે છે, પુણ્ય-પાપના મેળથી મનુષ્ય થાય છે તથા તે બન્નેના ક્ષયથી મોક્ષ મળે છે. ૬૩ वंदणु णिंदणु पडिकमणु पुण्णहँ कारणु करइ करावइ अणुमणइ एक्कु वि णाणि ण वन्दनं निन्दनं प्रतिक्रमणं पुण्यस्य कारणं येन। करोति कारयति अनुमन्यते एकमपि ज्ञानी न तेन ।। ६४ । । વન્દન નિન્દન પ્રતિક્રમણ, પુણ્યહેતુ ગણી એમ; કરે કરાવે જ્ઞાની ના, અનુમોદે નહિ તેમ. ૬૪ जेण । तेण ।। ६४ ।। વંદના, સ્વાત્મનિંદા અને પ્રતિક્રમણાદિ પુણ્યનાં કારણ છે પણ મોક્ષનાં કારણ નથી, તેથી નિર્વિકલ્પ શુદ્ધોપયોગરૂપ અવસ્થામાં રહેલા જ્ઞાનીઓ આ ત્રણમાંથી એકેને પણ કરતા નથી, કરાવતા નથી અને કર્તાને અનુમોદતા પણ નથી. શુદ્ધ નિર્વિકલ્પ પરમાત્મતત્ત્વની ભાવનાના બળથી ભૂતકાળમાં થયેલા રાગાદિ દોષોનું નિરાકરણ કરવું તે નિશ્ચય પ્રતિક્રમણ છે. વીતરાગ ચિદાનંદ શુદ્ધાત્માની અનુભૂતિની ભાવનાના બળથી ભવિષ્યમાં થના૨ ભોગોની વાંછારૂપ રાગાદિનો ત્યાગ કરવો તે નિશ્ચય પ્રત્યાખ્યાન છે, અને નિજ શુદ્ધાત્માની પ્રાપ્તિના બળથી વર્તમાનમાં ઉદયમાં આવેલાં શુભ-અશુભનાં કારણ એવાં હર્ષ-વિષયાદિ અશુદ્ધ પરિણામોને આત્માથી ભિન્ન કરવાં તે નિશ્ચય આલોચના છે. આ પ્રમાણે શુદ્ધોપયોગરૂપ નિશ્ચય પ્રતિક્રમણાદિમાં સ્થિર થઈ શુભોપયોગમય વ્યવહાર પ્રતિક્રમણાદિમાં જે પ્રવર્તતા નથી તે જ્ઞાની છે. સારાંશ કે જ્ઞાની આત્મા પ્રથમ અશુભોપયોગનો ત્યાગ કરી શુભમાં આવે છે ત્યાર પછી શુદ્ધમાં લીન થાય છે. શુદ્ધમાં લીનતા થવાથી શુભોપયોગ એની મેળે છૂટી જાય છે. છોડવાની આવશ્યકતા હોતી નથી. ૬૪ वंदणु जिंदणु पडिकमणु णाणिहिं एहु ण जुत्तु । एक्कु जि मेल्लिवि णाणमउ सुद्धउ भाउ पवित्तु ।। ६५ ।। वन्दनं निन्दनं प्रतिऋमणं ज्ञानिनां इदं न युक्तम् । एकमेव मुक्त्वा ज्ञानमयं शुद्धं भावं पवित्रम् ।। ६५ ।। વન્દન નિન્દન પ્રતિક્રમણ, જ્ઞાનીને નહિ યોગ્ય; શુદ્ધ જ્ઞાનમય ભાવ એક શુચિ વિણ સર્વ અયોગ્ય. ૬૫ એક પવિત્ર શુદ્ધ જ્ઞાનમય ભાવ મૂકીને જ્ઞાનીઓને વંદન, નિંદન અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #145 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૧ પ્રતિક્રમણ એ ત્રણ યોગ્ય નથી. પાંચ ઇન્દ્રિયના ભોગોની આકાંક્ષા આદિ સમસ્ત વિભાવથી રહિત કેવલજ્ઞાનાદિ અનંતગુણવાળા પરમાત્મા છે તેનું સમ્યક શ્રદ્ધાન, જ્ઞાન તથા આચરણરૂપ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન થયેલ સહજ આનંદ સમરસીભાવ લક્ષણવાળા સુખામૃતના રસનો આસ્વાદથી ભરેલો જે આત્મભાવ, જ્ઞાનમય ભાવ છે, તેને તજીને બીજા વ્યવહાર પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન તથા આલોચનાને અનુકૂળ વંદન નિન્દનાદિ શુભોપયોગ, શુદ્ધોપયોગની અપેક્ષાએ વિકલ્પજાળ છે તેથી તેમાં વર્તવું જ્ઞાનીઓને યોગ્ય નથી. પ્રથમ અવસ્થામાં પ્રતિક્રમણ આદિ આવશ્યક છે, આગળ નહિ. ૬પ वंदउ णिंदउ पडिकमउ भाउ असुद्धउ जासु। पर तसु संजमु अत्थि णवि जं मण-सुद्धि ण तासु।।६६।। वन्दतां निन्दतु प्रतिक्रामतु भावः अशुद्धो यस्य। परं तस्य संयमोऽस्ति नैव यस्मात् मनःशुद्धिर्न तस्य।। ६६ ।। વન્દ નિન્ટે પ્રતિક્રમે, પણ જો ભાવ ન શુદ્ધ; સંયમ ખરે ન તેહને, કારણ મન ન વિશુદ્ધ. ૬૬ આ જીવ વંદના કરે, આમદોષોની નિંદા કરે, પ્રતિક્રમણ કરે પણ જો અશુદ્ધ પરિણામ છે તો તેને નિયમથી સંયમ નથી; કારણ કે તેનું મન પવિત્ર નથી, મનની પવિત્રતા વિના સંયમ હોઈ શકે નહિ. જેનું મન વિષય, કષાય તથા આર્ત રૌદ્ર ધ્યાનથી રંગાયેલું છે, તેનાં વ્યવહાર પ્રતિક્રમણાદિ પરમાર્થનાં સાધક થઈ શકતાં નથી. જ્યાં સુધી ચિત્તમાં કીર્તિ, પૂજા-લાભ આદિ સંસાર સંબંધી અનેક વિકલ્પો થયા કરે છે ત્યાં સુધી ચિત્તશુદ્ધિ થવી કઠિન છે. ભાવવિનાનાં એકલાં દ્રવ્યરૂપ વન્દન પ્રતિક્રમણાદિક ભાવ સંયમના હેતુ થતાં નથી. ૬૬ सुद्धहँ संजमु सीलु तउ सुद्धहँ दंसणु णाणु। सुद्धहँ कम्मक्खउ हवइ सुद्धउ तेण पहाणु।।६७।। शुद्धानां संयमः शीलं तपः शुद्धानां दर्शनं ज्ञानम्। शुद्धानां कर्मक्षयो भवति शुद्धो तेन प्रधानः ।। ६७।। સંયમ શીલ તપ શુદ્ધને, તેમ જ દર્શન જ્ઞાન; કર્મક્ષય પણ શુદ્ધને શુદ્ધ જ તેથી પ્રધાન. ૬૭ શુદ્ધ ઉપયોગવાળા જીવોને સંયમ, તપ, શીલ હોય છે, શુદ્ધ ઉપયોગીઓને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #146 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૩૨ દર્શન તથા જ્ઞાન છે તથા શુદ્ધોપયોગીઓને કર્મ-ક્ષય થાય છે તેથી શુદ્ધોપયોગની જ પ્રધાનતા છે. ઇન્દ્રિયસુખની અભિલાષાના ત્યાગના બળથી તથા છ કાયના જીવોની હિંસાની નિવૃત્તિના બળથી આત્મા વડે આત્મામાં જે શુદ્ધોપયોગીઓનું સંયમન નિયમન રહેવું થાય છે તે સંયમ છે; અથવા ઉપેક્ષાસંયમ એટલે ત્રણ ગુતિઓમાં ગુસ રહેવું તે અને અપહત સંયમ એટલે પાંચ સમિતિઓનું પાલન કરવું તે; અથવા સરાગસંયમ જે શુભોપયોગરૂપ છે અને વીતરાગ સંયમ જે શુદ્ધોપયોગરૂપ છે તે સર્વ શુદ્ધોપયોગમાં રહેનારા જીવોને થાય છે અથવા સામાયિક છેોપસ્થાપના, પરિાર વિશુદ્ધિ, સૂક્ષ્મસંપાય અને યથાખ્યાત આદિ સંયમ પણ શુદ્ધોપયોગીઓને હોય છે. આત્મા દ્વારા આત્માની આત્મામાં જે પ્રવૃત્તિ છે તે નિશ્ચયશીલ છે. રાગાદિ દોષોનો ત્યાગ કરી શુદ્ધ સહજાત્મભાવની રક્ષા કરવી તે પણ નિશ્ચયશીલ છે. અને દેવાંગના, મનુષ્મિણી, તિર્યંચની તથા કાષ્ઠ-પાષાણના ચિત્રાદિમાં રહેલી અચેતન સ્ત્રી એમ ચાર પ્રકારની સ્ત્રીઓનો ત્યાગ તે વ્યવહાર શીલ છે. આ બન્ને પ્રકારના શીલ શુદ્ધચિત્તવાળા આત્માઓને હોય છે. સર્વવસ્તુઓની ઇચ્છાનો ત્યાગ કરી શુદ્ધસહજાત્મામાં મગ્ન રહેવું, અથવા કામ ક્રોધાદિ શત્રુઓને આધીન ન થતાં પોતાના શુદ્ધાત્મામાં પ્રતાપરૂપ વિજયરૂપ જિતેન્દ્રિયરૂપે તપવું, રહેવું તે તપ છે, આ તપ પણ શુદ્ધાત્માઓને હોય છે. છદ્મસ્થ અવસ્થામાં સ્વશુદ્ધ સહજાત્માની રુચિરૂપ સમ્યગ્દર્શન છે. અને કેવલ જ્ઞાનની ઉત્પત્તિ થવાથી તેના ફળભૂત ઇચ્છારહિત વિપરીત અભિનિવેશ-રહિત પરિણામ લક્ષણવાળું ક્ષાયિકદર્શન અથવા કેવલદર્શન પણ શુદ્ધોપયોગવાળા જીવોને હોય છે. વીતરાગ સ્વસંવેદનજ્ઞાન અને તેનું ફળ એવું કેવલજ્ઞાન પણ શુદ્ધ-જીવોને થાય છે. પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ થવાથી શુદ્ધોપયોગી જીવોનાં દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા નોકર્મ નાશ પામે છે. માટે શુદ્ધોપયોગ–પરિણામ અને તે પરિણામોને ધારણ કરવાવાળા પુરુષો સંસારમાં પ્રધાન મનાય છે. શુદ્ધોપયોગમાં જ સંયમાદિ સર્વ સમાય છે. કહ્યું છે કે सुद्धस्स य सामण्णं भणियं सुद्धस्स दंसणं णाणं । सुद्धस्स य णिव्वाणं सो चिय सुद्धो णमो तस्स ।। શુદ્ધોપયોગીને જ મુનિપણું કહ્યું છે, શુદ્ધને જ જ્ઞાન તથા દર્શન છે, શુદ્ધનો મોક્ષ થાય છે, તે શુદ્ધ રાગાદિ રહિત છે માટે તેને નમસ્કાર હો. ૬૭ નિશ્ચયથી પોતાનો શુદ્ધ ભાવ જ ધર્મ છે भाउ विसुद्धउ अप्पणउ धम्मु भणेविणु लेहु । चउ गइ दुक्खहँ जो धरइ जीउ पडंतउ एहु ।। ६८ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #147 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૩૩ भावो विशुद्धः आत्मीयः धर्म भणित्वा लाहि । चतुर्गति दुःखेभ्यः यो धरति जीवंम् पतन्तमिम।। ६८।। ભાવ વિશુદ્ધ સ્વ આત્મનો, ધર્મ ગણી ઉ૨ ધાર; ચતુર્ગતિમાં જીવને, પડતાં જે ધરનાર. ૬૮ રાગાદિ રહિત આત્માનો પોતાનો શુદ્ધ ભાવ જ ધર્મ છે એમ માનીને તેને તમે ગ્રહણ કરો. જે આત્મધર્મ ચાર ગતિનાં દુ:ખમાં પડતા આ જીવને ઉદ્ધરીને મોક્ષરૂપ આનંદધામમાં ધારે, રાખે, વિરાજમાન કરે છે. ધર્મ જ જીવને દુઃખથી બચાવી ઉત્તમ સુખમાં લઈ જાય છે. જીવને સંસારનાં અનંત અને અપાર દુઃખથી ઉગારી જે સુખરૂપ મોક્ષપદમાં ધારે, વિરાજમાન કરે તે ધર્મ છે. તે મોક્ષપદ દેવેન્દ્ર, નાગેન્દ્ર, ઇત્યાદિ સર્વને પૂજ્ય છે. અહીં ધર્મ શબ્દથી જીવના શુદ્ધ ભાવનું ગ્રહણ છે. શુદ્ધ ભાવ જ ધર્મરૂપ છે. એમાં જ ધર્મ શબ્દની સર્વ વ્યાખ્યાઓનો સમાવેશ થાય છે. અહિંસા લક્ષણવાળો ધર્મ છે તે ધર્મ જીવના શુદ્ધ સ્વભાવ વિના સંભવતો નથી. સાગર-અનાગાર ધર્મ તેમ જ ઉત્તમ ક્ષમાદિ દશ પ્રકારનો જે ધર્મ છે તે પણ શુદ્ધ ભાવની અપેક્ષા રાખે છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યક્ચારિત્રને ધર્મેશ્વર એવા તીર્થંકરાદિ મહાપુરુષો ધર્મ કહે છે. આ લક્ષણમાં પણ આત્માની વિશુદ્ધિની પ્રધાનતા છે. રાગ-દ્વેષરહિત આત્મપરિણામ તે ધર્મ છે, એમાં પણ આત્મશુદ્ધિની મુખ્યતા છે. વસ્તુસ્વભાવ ધર્મ કહેવાય છે, તે પણ રત્નત્રયાત્મક આત્મપરિણામની શુદ્ધિ-નિર્મળતાયુક્ત છે. આ પ્રકારે અનેક ગુણોથી યુક્ત એવો ધર્મ જીવને સંસારનાં દુઃખમાંથી મુક્ત કરી અલૌકિક તથા અનુપમ સુખમાં લઈ જાય છે, એટલે ધર્મથી જીવ અનેક સુખ પામે છે. અહીં શિષ્યો કહે છે કે—પ્રથમ આપે એમ પ્રતિપાદન કર્યું છે કે શુદ્ધોપયોગમાં સંયમાદિ સર્વગુણ આવી જાય છે અને અહીં આપ એમ કહો છો કે શુદ્ધ પરિણામ જ ધર્મ છે અને તેમાં સર્વ ગુણો સમાય છે. તો તે બન્નેમાં શું વિશેષતા છે? સમાધાન-પ્રથમ ક્શનમાં શુદ્ધોપયોગની મુખ્યતા છે અને અત્રે ધર્મ શબ્દની મુખ્યતા છે. આટલી વિશેષતા છે. બાકી તો બન્ને શબ્દો આત્મશુદ્ધિને બતાવનારા છે. શબ્દભેદ છે, અર્થભેદ નથી. બન્ને એક જ વસ્તુને કહેનારા છે. માટે શુદ્ધોપયોગમાં પરિણતિ કર્તવ્ય છે. તે જ ધર્મ છે. ૬૮ આત્માનો વિશુદ્ધ ભાવ જ મોક્ષમાર્ગ છે सिद्धिहिं केरा पंथडा भाउ विसुद्धउ एक्कु । जो तसुभावहँ मुणि चलइ सो किम होइ विमुक्कु ।। ६९ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #148 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૩૪ सिद्धेः संबन्धी पन्थाः भावो विशुद्धः एकः । यः तस्मात् भावात् मुनिश्चलित स कथं भवति विमुक्तः ।। ६९ ।। એક શુદ્ધ ભાવ જ મુક્તિનો માર્ગ છે, તેથી જે મુનિ તે શુદ્ધ ભાવથી ચલાયમાન થાય છે તે કેવી રીતે મોક્ષને પામી શકે અર્થાત્ ન જ પામી શકે. ભાવ વિશુદ્ધ જ એક એ પંથ સિદ્ધિનો સાર; જે મુનિ તેમાંથી ચળે બને મુક્ત કયમ ? ધા૨. ૬૯ સમસ્ત-શુભ અશુભ સંકલ્પ-વિકલ્પોથી રહિત જીવોનો જે શુદ્ધ ભાવ છે તે જ નિશ્ચય રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ છે. જો મુનિ તે ભાવથી પતિત થાય તો મોક્ષપ્રાપ્તિ અસંભવિત બને છે. મોક્ષનો માર્ગ એક શુદ્ધ સ્વભાવ જ છે માટે મોક્ષાર્થીએ નિરંતર તે શુદ્ધ ભાવને પામીને તેમાં રહેવાનો પુરુષાર્થ કરવો જોઈએ. ૬૯ આસક્ત ચિત્તશુદ્ધિની મુખ્યતા जहिं भावइ तहिं जाहि जिय जं भावइ करि तं जि । केम्वइ मोक्खु ण अत्थि पर चित्तहँ सुद्धि ण जं जि ।। ७० ।। यत्र भाति तत्र याहि जीव यद् भाति कुरु तदेव । कथमपि मोक्षः नास्ति परं चित्तस्य शुद्धिर्न यदेव ।। ७० ।। જ્યાં ફાવે ત્યાં ગમન ક૨, ફાવે તે કર જીવ; પણ જ્યાં સુધી મનશુદ્ધિ નહિ, મળે ન મોક્ષ કદૈવ. ૭૦ હે જીવ, જ્યાં તારી ઇચ્છા હોય તે દેશમાં તું જા, અને જે તને સારું લાગે તે તું કર; પણ જ્યાં સુધી ચિત્ત-શુદ્ધિ નહિ થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારે મોક્ષપ્રાપ્તિ થવાની નથી. જ્યાં સુધી આ મન માન પૂજા સત્કાર લાભ તથા ભોગોની ઇચ્છા રૂપ દુર્ધ્યાનથી રંગાયેલું છે ત્યાં સુધીની ગમે તે ક્રિયા અથવા દેશાંતરવાસ મોક્ષ આપવાનો નથી. કામ-ક્રોધાદિકરૂપ ખોટા ધ્યાનથી જીવ ભોગ ભોગવ્યા વિના પણ અશુભ ગતિનો બંધ કરે છે તેથી નિરંતર ચિત્તશુદ્ધિ કરવી જોઈએ. કહ્યું છે કે (6 “कंखिदकलुसिदभूदो हु कामभोगेहिं मुच्छिदो जीवो। णवि भुंजतो भोगे बंधदि भावेण कम्माणि ।। સંસારની અભિલાષાઓથી આકુળ-વ્યાકુળ થયેલો તથા ભોગોમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #149 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૫ આ જીવ ભોગોને ન ભોગવવા છતાં માત્ર દુષ્ટ ભાવથી અનેક પ્રકારનાં પાપકર્મોને બાંધે છે. ૭૦ શુભ-અશુભ તથા શુદ્ધોપયોગને કહે છે सुह-परिणामें धम्मु पर असुहें होइ अहम्मु। दोहिं वि एहिं विवज्जियउ सुद्रुण बंधइ कम्मु।। ७१।। शुभ परिणामेन धर्मः परं अशुभेन भवति अधर्मः। द्वाभ्याम् अपि एताभ्यां विवर्जितः शुद्धो न बध्नाति कर्म।। ७१।। શુભ પરિણામે ધર્મ ને અશુભે થાય અધર્મ; એ બન્નેથી રહિત જે, શુદ્ધ ન બાંધે કર્મ. ૭૧ દાનાદિ શુભ પરિણામથી પુણ્યરૂપ વ્યવહારધર્મ મુખ્યપણે થાય છે, વિષય-કષાયાદિ પરિણામથી અધર્મ-પાપ થાય છે, અને આ બન્ને ભાવોથી રહિત જે શુદ્ધ પરિણામ છે, તેથી જીવ કર્મ બાંધતો નથી. જેમ સ્ફટિકમણિ લાલ-પીળા આદિ પુષ્પરૂપ બાહ્ય ઉપાધિને લીધે લાલ-પીળા આદિ રૂપે જણાય છે તેમ આત્મા કર્મ-ઉપાધિને લીધે શુભઅશુભરૂપે પરિણમે છે અને કર્મના અભાવમાં તે શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. મિથ્યાત્વ, વિષય-કષાય આદિ અવલંબનથી આત્મા પાપ બંધ કરે છે અને પંચપરમેષ્ઠીના ગુણોનું સ્મરણ કરવાથી, સ્તવન કરવાથી, દાન દેવાથી તથા પૂજા આદિ કરવાથી તે ઈચ્છા વગર પણ પુણ્ય બંધ કરે છે. તેમ સંસારસ્થિતિને છેદનાર તીર્થકર પ્રકૃતિનો પણ બંધ શુભ ભાવથી થાય છે. પરંતુ શુદ્ધાત્માના અવલમ્બનથી શુદ્ધોપયોગ વડે આત્મા કેવલજ્ઞાનાદિ અનંતગુણરૂપ મોક્ષને પામે છે. અત્રે ત્રણે ઉપયોગોમાં એક શુદ્ધ ઉપયોગ જ ઉપાદેય છે એમ ભાવાર્થ છે. ૭૧ दाणिं लब्भइ भोउ पर इंदत्तणु वि तवेण। जम्मण-मरण विवज्जियउ पउ लब्भइ णाणेण।।७२।। दानेन लभ्यते भोगः परं इन्द्रत्वमपि तपसा। जन्ममरणविवर्जितं पदं लभ्यते ज्ञानेन।। ७२।। દાને ભોગ મળે ખચિત, તપથી ઇન્દ્ર થવાય; જન્મ મરણથી રહિત પદ, જ્ઞાને કરી પમાય. ૭૨ દાન આપવાથી જીવને નિયમથી પાંચ ઇન્દ્રિયના ભોગો મળે છે અને તપ કરવાથી ઇન્દ્રપણું પ્રાપ્ત થાય છે. પરંતુ વીતરાગ સ્વસંવેદન જ્ઞાનથી જ જન્મ જરા મરણથી રહિત એવું મોક્ષ પદ મળે છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #150 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬ સમ્યકત્વ રહિત જે આહાર, અભય, ઔષધ તથા જ્ઞાનદાન આદિ આપવામાં આવે છે તેથી જીવને ભોગભૂમિના ભોગ મળે છે. જો સમ્યગ્દર્શન સહિત દાન આપે તો તે દાન પરંપરાએ મોક્ષનું કારણ થાય છે. જોકે પ્રથમ અવસ્થામાં તપથી જીવ દેવેન્દ્ર ચક્રવર્તી આદિની વિભૂતિને પામે છે પછી નિર્વિકલ્પ સ્વસવેદન જ્ઞાનમાં લીન થઈ તે મોક્ષ પામે છે. અત્રે શિષ્ય કહે છે કે જો જ્ઞાનથી મોક્ષ થાય તો સાંખ્યમતવાળા પણ જ્ઞાનથી મોક્ષ માને છે તો તેનો આપ શા માટે નિષેધ કરો છો? સમાધાન-જૈન સિદ્ધાંતમાં વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનને સમ્યજ્ઞાન કહેવામાં આવ્યું છે અને તેની સાથે ચારિત્રનો અવિનાભાવી (સમ્યકચારિત્રની સાથે જ્ઞાન હોય) સંબંધ છે. એકાંતે જ્ઞાનથી મોક્ષ નથી, પણ સાથમાં ચારિત્ર છે તથા સમ્યગ્દર્શન પણ છે. સમ્યકત્વ વગર જ્ઞાન સમ્યજ્ઞાન કહેવાતું નથી. જ્ઞાનદર્શન તથા ચારિત્રની એકતાથી મોક્ષ છે. આ પ્રમાણે જે વીતરાગનું કથન છે તે સર્વથા સત્ય છે. જેમ એક ચૂર્ણમાં અનેક દવાઓ હોવા છતાં વસ્તુ એક કહેવાય છે તેમ વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાન કહેવાથી જ્ઞાનદર્શન ચારિત્રનો સમાવેશ થઈ જાય છે. સાંખ્યાદિ દર્શનમાં વીતરાગ વિશેષણ નથી તથા ત્રણનું પણ કથન નથી તેથી ત્યાં વિરોધ આવે છે. ૭ર देउ णिरंजणु इउँ भणइ णाणिं मुक्खु ण भंति। णाण-विहीणा जीवडा चिरु संसारु भमंति।।७३।। देवः निरञ्जनः एवं भणति ज्ञानेन मोक्षो न भ्रान्तिः। ज्ञान-विहीना जीवाः चिरं संसारं भ्रमन्ति।। ७३ ।। દેવ નિરંજન ઈમ કહે, જ્ઞાને મોક્ષ અભ્રાંત; જ્ઞાન વિહીન જીવો, ચિર ભમતા ભવે નિતાંત. ૭૩ અનંતજ્ઞાનાદિ ગુણ સહિત તથા અઢાર દોષોથી રહિત વીતરાગ સર્વજ્ઞદેવ એમ કહે છે કે સમ્યજ્ઞાનથી જ મોક્ષ છે; એમાં સંદેહ નથી. પરંતુ જ્ઞાનરહિત જીવો લાંબા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. વીતરાગ સ્વસંવેદનમાં સમ્યકત્વાદિ ત્રણેય છે તો પણ સમ્યજ્ઞાનની મુખ્યતા છે, કારણ કે ‘વિવક્ષિતો મુરબ્ધ:' અર્થાત જેનું કથન કરવામાં આવે છે તે મુખ્ય અને બીજું ગૌણ હોય છે. તેથી અહીં જ્ઞાનની મુખ્યતા છે છતાં બીજાં પણ ગૌણપણે રહેલા છે. ૭૩ ઉપરોક્ત કથનને દષ્ટાંત આપીને દઢ કરે છે णाण-विहीणहँ मोक्ख-पउ जीव म कासु वि जोइ। बहुएँ सलिल-विरोलियइँ करु चोप्पडउ पा होइ।।७४।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #151 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૭ ज्ञान-विहीनस्य मोक्ष-पदं जीव मा कस्यापि अद्राक्षीः। बहुना सलिलविलोडितेन कर: चिक्कणो न भवति।। ७४ ।। જ્ઞાન વિહીન જીવ કોઈને, મુક્તિપદ નહિ દેખ; વલોવતાં જળ ઘણુંય-ના, કર કદી ચીકણો પેખ. ૭૪ જેમ પાણીને વારંવાર અત્યંત વલોવવાથી પણ હાથ ચીકણો થતો નથી, તેમ સમ્યજ્ઞાનરહિત એવા કોઈ પણ જીવને કદાપિ હે જીવ, તું મોક્ષપદ ન જાણ, એટલે જ્ઞાનના અભાવમાં મોક્ષનો પણ અભાવ છે; સમ્યજ્ઞાન વિના જીવનો મોક્ષ થતો નથી. જેમ પાણીમાં ચિકાશ ન હોવાથી તેને કોઈ ગમે તેટલું વલોવે તો પણ હાથ ચીકણા થતા નથી, તેમ સમ્યજ્ઞાન વિના અનેક પ્રકારનાં જપતપાદિ ક્રિયાકાંડ કરે તો પણ તેથી મોક્ષ થાય નહિ. સમ્યજ્ઞાનનું લક્ષણ વીતરાગ શુદ્ધ સહજાત્માની અનુભૂતિ છે. અને તે જ મોક્ષનું કારણ છે. તે સમ્યજ્ઞાન સમ્યગ્દર્શનાદિથી જુદું નથી, ત્રણેય એક છે. કીર્તિ, પૂજા, લાભ આદિ ખોટા ભાવોમાં પરિણમેલા મારા ચિત્તને કોઈ જાણતું નથી એમ માનીને વીતરાગ પરમાનંદ સુખરસના અનુભવરૂપ પોતાની ચિત્તશુદ્ધિને ન કરતો માત્ર બહારથી બગલા જેવો વેષ ધારણ કરીને જનમનરંજનમાં તત્પર જે પોતાને જ્ઞાનવાન માને છે તે પણ જ્ઞાનવિહીન જ છે. અને એવા જીવોને યથાર્થ તત્ત્વ સમજાતું નથી. ૭૪ जं णिय-बोहहँ बाहिरउ णाणु वि कज्जु ण तेण। दुक्खहँ कारणु जेण तउ जीवहँ होइ खणेण।। ७५।। यत् निजबोधाद् बाह्यं ज्ञानमपि कार्यं न तेन। दुःखस्य कारणं येन तपः जीवस्य भवति क्षणेन।। ७५।। આત્મજ્ઞાન વિણ અન્ય જે, જ્ઞાન ન તેનું નામ; તેથી રહિત તપ પણ બને દુઃખકારણ સુતરા.... ૭૫ આત્મજ્ઞાન વિનાનાં શાસ્ત્ર આદિ જ્ઞાનનું પણ કંઈ પ્રયોજન નથી. કારણ કે વીતરાગ સ્વસંવેદન જ્ઞાન વિનાનું તે તપ પણ જીવને શીધ્ર દુઃખનું કારણ થઈ પડે છે. નિદાન આદિ શલ્ય તથા વિષયોની ઇચ્છારૂપ મનોરથોની વિકલ્પ જાળરૂપ અગ્નિની જ્વાળાથી રહિત જે જ્ઞાન છે તે સમ્યજ્ઞાન છે. નિજાત્મબોધ વગરનું બાહ્યજ્ઞાન આત્માને માટે કાર્યકારી નથી. જે જ્ઞાનથી આત્મા જણાય તે જ જ્ઞાન વાસ્તવિક અને કલ્યાણરૂપ છે. તે સિવાયના અનેક પ્રકારના વિકલ્પોને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #152 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮ ઉત્પન્ન કરનારું બાહ્યજ્ઞાન આત્માને ઉપયોગી નથી. શિષ્ય કહે છે કે નિદાન શું? તેનું સમાધાન-દાન, પૂજા, જપ, તપ આદિ કરીને ભોગોની ઇચ્છા કરવી તે નિદાન શલ્ય છે. શલ્ય એટલે કાંટો. જેમ શરીરમાં કાંટો ખેંચ્યા કરે તેમ શલ્યને લીધે આત્મા અંતરંગમાં ક્લેશ અનુભવ્યા કરે છે; પણ શલ્ય રહિત જ્ઞાનથી મોક્ષ થાય છે. શબ્દ-શાસ્ત્રાદિનું જ્ઞાન મોક્ષનું કારણ નથી, તેમ નિદાન સહિતનું તપ પણ દુઃખનું કારણ થઈ પડે છે. જ્ઞાન વિનાના તપ વડે જે ભોગો અથવા વૈભવો મળે છે તે બધા નાશવાન અને અશાંતિનાં કારણ હોય છે. એ આત્મજ્ઞાન વિનાનું તપ તથા શ્રુત મંદ કષાયને લીધે કંઈક પુણ્યબંધનું કારણ થાય છે અને તેથી જીવ દેવોનું સુખ પામે પણ તેથી મોક્ષ પામી શકે નહિ. ૭૫ तं णिय-णाणु जि होइ ण वि जेण पवड्ढइ राउ। दिणयर-किरणहँ पुरउ जिय किं विलसइ तम-राउ।।७६ ।। तत् निजज्ञानमेव भवति नापि येन प्रवर्धते रागः। दिनकरकिरणानां पुरतः जीव किं विलसति तमोरागः।। ७६ ।। જેથી રાગ વધે નહીં, તેજ જ્ઞાન નિજ ધાર; દિનકર કિરણો આગળ, શું વિલસે અંધાર? ૭૬ હે જીવ, જે જ્ઞાનથી રાગાદિની વૃદ્ધિ થાય તે આત્મજ્ઞાન જ નથી શું? સૂર્યનાં કિરણોની સામે અંધકાર વિકસે છે? કદાપિ નહિ. શાસ્ત્રજ્ઞાન હોવા છતાં જો આત્મા નિરાકુળ ન થાય અને આકુળતાને ઉત્પન્ન કરનાર એવા રાગાદિની વૃદ્ધિ થયા કરે તો તે નિશ્ચયથી આત્મજ્ઞાન નથી. સમ્યજ્ઞાનથી આત્મા પોતાના મૂળ સ્વભાવને પામીને નિરાકુળતા લક્ષણવાળા સુખને પામે. જ્યાં વીતરાગતા છે ત્યાં સમ્યજ્ઞાન છે. તે જ્ઞાનના પ્રભાવે રાગાદિ ઓછા અથવા મંદ થાય છે. સૂર્યોદય થવાથી જેમ અંધકાર ટકી શકતો નથી તેમ આત્મજ્ઞાનરૂપ પ્રકાશ થવાથી રાગાદિરૂપ અંધકાર આત્મામાંથી ખસવા માંડે છે. ૭૬ अप्पा मिल्लिवि णाणियहँ अण्णु ण सुंदरु वत्थु। तेण ण विसयहँ मणु रमइ जाणंतहँ परमत्थु।।७७।। आस्मानं मुक्त्वा ज्ञानिनां अन्यन्न सुन्दरं वस्तु। तेन न विषयेषु मनो रमते जानतां परमार्थम्।। ७७।। જ્ઞાનીને આત્મા વિના, અવર ન સુંદર કાંઈ; તો પરમાર્થસુજાણ તે, રમે ન વિષયોમાંહિ. ૭૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #153 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૯ એક શુદ્ધ આત્માને મૂકીને જ્ઞાનીઓને બીજી વસ્તુ સારી, સારરૂપ રમણીય લાગતી નથી તેથી પરમાર્થને જાણનારાઓનું મન પંચેન્દ્રિયના વિષયોમાં રમતું નથી. - મિથ્યાત્વ રાગાદિ પરભાવોનો અભાવ થવાથી જ્ઞાનીને સ્વ-સ્વરૂપ યથાર્થપણે સમજાય છે, તેથી શુદ્ધબુદ્ધ ચૈતન્યઘન સ્વયંજ્યોતિ સુખધામ એવા એક નિજ શુદ્ધ સહજાભા-નિજ પરમાત્મતત્ત્વ જ સુખરૂપ, સારરૂપ, રુચિકારક, રમણીય કે સુંદર લાગે છે, અને તેથી મને તેમાં જ એકાગ્ર રહે છે. પણ એ જ્ઞાનીઓનું મન ભવ-ભ્રમણનાં કારણ એવા પાંચ-ઇન્દ્રિયના ભોગોમાં રમતું નથી. વિષય-વાસના તો શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિનો શત્રુ છે. આત્માનાં અખંડ અનંત સુખને જે જાણે છે તે પરમાં જાય જ શું કામ? વિષયવાસનાના અનુરાગી જીવો તો અજ્ઞાની-મિથ્યાત્વી છે; જ્યારે જ્ઞાનીઓ તો વિષયોથી સદાય વિરક્ત જ રહે છે. ૭૭ अप्पा मिल्लिवि णाणमउ चित्ति ण लग्गइ अण्णु। मरगउ जें परियाणियउ, तहुं कच्चे कउ गण्णु।।७८।। आत्मानं मुक्त्वा ज्ञानमयं चित्ते न लगति अन्यत्। मरकतः येन परिज्ञातः तस्य काचेन कुतो गणना।। ७८ ।। જ્ઞાનમયી આત્મા વિના અન્ય રુચે નહિ ચિત્ત; પ૨ખ્યો મ૨કત તેહને, કાય વિષે શું પ્રીત ? ૭૮ કેવલજ્ઞાનાદિ અનંત ગુણવાન એવા આત્માને મૂકીને અન્ય વસ્તુ જ્ઞાનીઓના મનમાં રાચતી નથી. જેમણે મરક્તમણિ જાણી લીધો છે તેને કાચથી શું પ્રયોજન? કંઈ પણ નહિ. મરકતમણિ જેવા ઉત્તમ રત્ન મેળવનારને જેમ કાચના ટુકડાઓ ગમતા નથી, તેમાં પ્રેમ કે રુચિ રહેતી નથી તેમ જ અચિંત્ય ચિંતામણિ એવા નિજ શુદ્ધ આત્મસ્વભાવને જાણનારને સંસારના સર્વ તુચ્છ અસાર બાહ્ય પદાર્થોમાં રુચિ રહેતી નથી. ૭૮ જે રાગ-દ્વેષ કરે છે તે કર્મ બાંધે છે भुजंतु वि णिय-कम्म-फलु मोहइँ जो जि करेइ। भाउ असुंदरु सुंदरु वि सो पर कम्मु जणेइ।।७९।। भुञ्जानोऽपि निजकर्मफलं मोहेन य एव करोति। भावं असुन्दरं सुन्दरमपि स परं कर्म जनयति।। ७९ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #154 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪) ભોગવતાં નિજ કર્મફળ ભાવ કરે જીવ જેહ; મોહવશે શુભ કે અશુભ કર્મ ઉપાર્જ તેહ. ૭૯ જે જીવ પોતાના બાંધેલા કર્મોને ભોગવતા મોહથી સારા-ખોટા ભાવ કરે છે તે માત્ર કર્મને ઉપાર્જન કરે છે. ઉદયમાં આવેલાં કર્મોને ભોગવતાં જે જીવ સ્વ-સ્વભાવથી છૂટી રાગ-દ્વેષ પરિણામ કરે છે તેને નવીન કર્મબંધ થાય છે. રાગ-દ્વેષ પરિણામથી જ આત્મા કર્મબંધ કરે છે. ૭૯ भुजंतु वि णिय-कम्म-फलु जो तहिं राउ ण जाइ। सो णवि बंधइ कम्मु पुणु संचिउ जेण विलाइ।।८०।। भुञ्जानोऽपि निजकर्मफलं यः तत्र रागं न याति। स नैव बध्नाति कर्म पुनः संचितं येन विलीयते।। ८०।। ભોગવતાંય સ્વકર્મફળ રાગ કરે નહિ ત્યાંય; તે બાંધે નહિ કર્મને સંચિત ક્ષય થઈ જાય. ૮૦ જે પોતાનાં બાંધેલાં કર્મોના ફળને ભોગવતાં તેમાં રાગ રાગદ્વેષ પરિણામ કરતો નથી તે નવીન કર્મબંધ કરતો નથી તથા રાગ-દ્વેષરહિત પરિણામથી તેને સંચિત કર્મનો ક્ષય થઈ જાય છે. - નિજ શુદ્ધ સહજ આત્માના જ્ઞાનના અભાવથી ઉપાર્જન કરેલાં એવાં શુભ-અશુભ કર્મનાં ફળને ભોગવતાં છતાં વીતરાગ ચિદાનંદ પરમાત્મસ્વભાવરૂપ શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન થયેલ અતીન્દ્રિય સુખરૂપ અમૃતથી તૃપ્ત થઈ જે રાગીણી થતા નથી અર્થાત્ રાગ-દ્વેષરૂપ પરિણતિ કરતા નથી. તે જીવ જ્ઞાનાવરણાદિ કર્મોને બાંધતા નથી અને તેમને નવાં કર્મ આવતાં ન હોવાથી જૂનાં કર્મોની નિર્જરા થાય છે. સંવરપૂર્વકની નિર્જરા જ મોક્ષનું મૂળ કારણ છે. અહીં પ્રભાકર ભટ્ટ કહે છે કે-કર્મોદયના ફળને ભોગવતા જ્ઞાની કર્મોને બાંધતા નથી એમ સાંખ્ય આદિ પણ કહે છે, તો તેઓને આપ શા માટે દોષ આપો છો? તેનું સમાધાન ત્યાં નિજ શુદ્ધાત્માનુભૂતિ લક્ષણવાળા વીતરાગચારિત્રની અપેક્ષા નથી, તે કારણથી તેઓને દૂષણ આપીએ છીએ. ૮૦ जो अणु-मेत्तु वि राउ मणि जाम ण मिल्लइ एत्थु। सो णवि मुच्चइ ताम जिय जाणंतु वि परमत्थु।। ८१।। यः अणुमात्रमपि रागं मनसि यावत् न मुञ्चति अत्र। स नैव मुच्यते तावत् जीव जानन्नति परमार्थम्।। ८१ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #155 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૪૧ અણુમાત્ર પણ રાગ જો મનથી જગ ન તજાય; તો ૫૨માર્થ-પ્રવીણ પણ, ત્યાં સુધી મુક્ત ન થાય. ૮૧ હે જીવ, જે કોઈ મનમાં એક અણુમાત્ર પણ રાગ રાખે છે; પણ તેને જ્યાં સુધી છોડતો નથી ત્યાં સુધી આ સંસારમાં શબ્દોથી ૫રમાર્થને જાણવા છતાં તે મુક્ત થતો નથી. નિજ શુદ્ધાત્માના સ્વભાવરૂપ જ્ઞાનની વિધમાનતા છતાં શુદ્ધ આત્માની પ્રાપ્તિરૂપ લક્ષણવાળા વીતરાગ ચારિત્રની ભાવના વિના જીવને મોક્ષની પ્રાપ્તિ થતી નથી અર્થાત્ અલ્પ પણ રાગભાવ છે ત્યાં સુધી મોક્ષ થતો નથી. ૮૧ बुज्झइ सत्थहँ तउ चरइ पर परमत्थु ण वेइ । ताव ण मुंचइ जाम णवि इहु परमत्थु मुणेइ ।। ८२ ।। बुध्यते शास्त्राणि तपः चरति परं परमार्थं न वेत्ति । तावत् न मुच्यते यावत् नैव एनं परमार्थं मनुते ।। ८२ ।। શાસ્ત્રો જાણે તપ કરે પણ ૫૨માર્થ અજાણ; ૫રમાત્મા ના અનુભવે ત્યાં સુધી મુક્તિ ન જાણ. ૮૨ આ જીવ શાસ્ત્રોને જાણે છે, તપ પણ કરે છે, પણ પરમાર્થ (૫૨માત્મા ) ને જાણતો નથી; અને જ્યાં સુધી તે ૫૨માત્માને ન જાણે ત્યાં સુધી કર્મથી મુક્ત થતો નથી. જોકે વ્યવહારથી આત્મા અધ્યાત્મશાસ્ત્રોથી જણાય છે, તોપણ નિશ્ચયથી વીતરાગ સ્વસંવેદન જ્ઞાન વડે જ જણાય છે. અનશનાદિ બાહ્ય-અત્યંતર તપોથી પણ આત્મા સધાય છે; તોપણ નિશ્ચયથી વીતરાગ નિર્વિકલ્પ ચારિત્રથી જ આત્માની સિદ્ધિ છે. આત્મસ્વરૂપમાં વિશ્રાંતિ એ જ નિશ્ચય-ચારિત્ર છે. વીતરાગ ચારિત્ર વિના એકલા આગમજ્ઞાન તથા બાહ્ય-તપોથી આત્મસિદ્ધિ થતી નથી. સ્વરૂપ-૨મણતાથી જ આત્મા કર્મબંધનથી મુક્ત થાય છે, અર્થાત્ કર્મબંધનથી છૂટવાનું મુખ્ય કારણ એક યથાર્થ આત્મજ્ઞાન તથા આત્મ-લીનતા છે. પૂર્વોક્ત લક્ષણ, ૫૨માર્થ-પરમાત્માની શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ વિના બીજો મોક્ષનો માર્ગ નથી. તે વિનાનાં બીજાં સાધન પુણ્ય-બંધનાં કારણ થાય છે. શાસ્ત્રાભ્યાસ પણ આત્મજ્ઞાન માટે કરાય છે, બીજા અર્થે જો કરવામાં આવે તો તે સાર્થક નથી. જેમ દીપકના પ્રકાશથી ઇચ્છિત વસ્તુ જોઈ તપાસીને ગ્રહણ કરાય છે, પછી દીપકને તજી દેવાય છે તેમ શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ કરનારાં અધ્યાત્મશાસ્ત્રોથી આ જીવે શુદ્ધ આત્મ-તત્ત્વને જાણીને, ગ્રહણ કરીને તે શુદ્ધાત્મતત્ત્વનો જ અનુભવ કરવો જોઈએ અને પછી શાસ્ત્રોના વિકલ્પો પણ તજી દેવા જોઈએ. કારણ કે શાસ્ત્ર દીપક સમાન છે અને આત્મવસ્તુ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #156 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૪૨ તો રત્નસમાન છે. શાસ્ત્રો ભણવા છતાં જે શુદ્ધાત્માને જાણતા નથી તે અજ્ઞ છે. ૮૨ सत्थु पढंतु वि होइ जडु जो ण हणेइ वियप्पु । देहि वसंतु वि णिम्मलउ णवि मण्णइ परमप्पु ।। ८३ ।। शास्त्रं पठन्नपि भवति जडः यः न हन्ति विकल्पम् । देहे वसन्तमपि निर्मलं नैव मन्यते परमात्मानम् ।। ८३ ।। શાસ્ત્ર ભણે પણ વિકલ્પને, હણે ન જડ તે આંહિ; તન વસતા પરમાત્મને નિર્મળ શ્રદ્ધે નાંહિ. ૮૩ જે જીવ શાસ્ત્રોને ભણવા છતાં મિથ્યાત્વ આદિ વિકલ્પોનો ક્ષય કરતો નથી તે મૂર્ખ છે, કારણ તે શરીરમાં રહેલા પણ નિર્મળ પરમાત્માને માનતો નથી, તેની શ્રદ્ધા કરતો નથી. શાસ્ત્રાભ્યાસનું ફળ તો રાગાદિ વિકલ્પોનો ત્યાગ કરી નિજ શુદ્ધ સહજ આત્માનું ધ્યાન કરવું એ છે. માટે મન, વચન, કાયાને સ્થિર કરી આત્મ-ચિંતન કરવું. જ્યાં સુધી પરમ સમાધિમાં મન સ્થિર ન થાય ત્યાં સુધી અશુભ ઉપયોગ દૂર કરવા વ્યવહારથી સત્શાસ્ત્રોનો અભ્યાસ તથા ઉપદેશ પણ કર્તવ્ય છે. ૫૨ને ઉપદેશતાં પણ મુખ્ય લક્ષ સ્વાત્મ-સંબોધન રહેવું જોઈએ. શાસ્ત્રોપદેશનું ફળ દેહમાં રહેલા નિજ નિર્મળ ૫૨માત્માના દર્શનજ્ઞાન અને અનુભૂતિરૂપ આવવું જોઈએ. ૮૩ बोह- णिमितें सत्थु किल, लोइ पढिज्जइ इत्थु । तेण वि बोहु ण जासु वरु सो किं मूढु ण तत्थु ।। ८४ ।। बोधनिमित्तेन शास्त्रं किल लोके पठ्यते अत्र । तेनापि बोधो न यस्य वरः स किं मूढो न तथ्यम्।। ८४ ।। બોધ કા૨ણે શાસ્ત્ર સૌ ખરે ભણે જગમાંય; તેથીય થયો ન બોધ ત્યાં, તે શું ન મૂરખરાય ? ૮૪ આ લોકમાં નિયમથી જ્ઞાનને માટે શાસ્ત્રનો અભ્યાસ કરાય છે. તે શાસ્ત્રોને ભણવાથી પણ જેને ઉત્તમ જ્ઞાન થતું નથી તે શું મૂર્ખ નથી ? અર્થાત્ મૂર્ખ જ છે. આ લોકમાં જોકે લોકવ્યવહારથી નવીન કવિતા કરનાર કવિ, પ્રાચીન કાવ્યોની ટીકા કરનાર ગમક, જેને વાદમાં કોઈ ન જીતી શકે તે વાદી અને પોતાની વાણીથી શ્રોતાઓને પ્રસન્ન કરનાર વાગ્મી ઇત્યાદિ ગુણો શાસ્ત્રીય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #157 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૩ જ્ઞાનથી ઉત્પન્ન થાય છે; તોપણ નિશ્ચયથી વીતરાગ સ્વસંવેદન જ્ઞાનને જ આગમમાં વખાણ્યું છે. પરમાત્માને પ્રકાશક અધ્યાત્મશાસ્ત્રોથી ઉત્પન્ન થયેલ વીતરાગ વસંવેદનરૂપ જે બોધ છે તે જ ગ્રહણયોગ્ય છે, બીજો બોધ નહિ. સ્વસંવેદન જ્ઞાન વિના શાસ્ત્રોને જાણવા છતાં જીવ મૂર્ખ (અજ્ઞાની) જ છે. પરમાત્મપ્રકાશક શાસ્ત્રોને જાણીને સ્વપદમાં વિશેષપણે લીન થવું જોઈએ. કહ્યું છે કે“वीरा वेरग्गपरा थोवं पि हु सिक्खिऊण सिझंति। णहु सिझंति विरागेण विणा पढिदेसु वि सव्वसत्थेसु।।" વૈરાગ્યમાં તત્પર વીરપુરુષો થોડું શીખીને પણ સિદ્ધ (મુક્ત) થાય છે, પણ વૈરાગ્ય વિના અનેક શાસ્ત્રો ભણવા છતાં મોક્ષ થતો નથી. ઉપરનું કથન વૈરાગ્યની પ્રધાનતા બતાવવા માટે છે, પણ શાસ્ત્રાભ્યાસનો નિષેધ કરવા અર્થ નથી. તેમ મારામાં વૈરાગ્ય નથી એમ બોલીને શાસ્ત્ર-અભ્યાસ તજી દેવાનો પણ નથી, અન્યત્ર પણ કહ્યું છે કે अक्खरडा जोयंतु ठिउ अप्पि ण दिण्णउ चित्त। कणविरहियउ पलालु जिमु पर संगहिउ बहुत्तु।। જેમ કોઈ માણસ દાણા વગરનું ઘણું પરાળ નિરર્થક એકઠું કર્યા કરે તેમ આ જીવે શાસ્ત્રોના અક્ષરોમાં જ મન આપ્યું પણ પોતાના આત્મામાં મનને સ્થિર ન કર્યું. આ પાઠને ગ્રહણ કરીને શાસ્ત્રાભ્યાસીઓને દોષ ન દેવો, પણ આત્માને ઉપકારક એવા ગ્રંથોનો અભ્યાસ વધારવો તેમ જ શાસ્ત્રના જાણનારાઓએ પણ મંદ ગતિ તથા અલ્પ ક્ષયોપશમવાળાની નિંદા ન કરવી, કેમકે નિંદા કરવાથી રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે તેથી સંસાર-પરિભ્રમણ વધે છે અને ઘણા કાળ સુધી બોધિની પ્રાપ્તિ થતી નથી, તેમ વર્તમાનમાં તપશ્ચરણાદિ નાશ પામે છે. ૮૪ तित्थइँ तित्थु भमंताहँ मूढहँ मोक्खु ण होइ। णाण-विवज्जिउ जेण जिय मुणिवरु होइ ण सोइ।।८५।। तीर्थं तीर्थं भ्रमतां मूढानां मोक्षो न भवति। ज्ञानविवर्जितो येन जीव मुनिवरो भवति न स एव।। ८५।। તીર્થ તીર્થ ભમતાં છતાં મૂઢ મુક્ત નહિ થાય; કારણ જ્ઞાનરહિત તે, જીવ, મુનિવર ન ગણાય. ૮૫ હે જીવ, અનેક તીર્થોમાં ભ્રમણ કરનારા મૂર્ખ જીવોનો મોક્ષ થતો નથી, કારણ કે જે જ્ઞાનરહિત છે તે મુનિ નથી પણ સંસારી છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #158 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪ નિર્દોષ પરમાત્મભાવનાથી ઉત્પન્ન થયેલ જે વીતરાગ પરમાનંદરૂપ નિર્મળ જળ તેના પૂરપ્રવાયુક્ત નિર્ઝર (ઝરણ) સમાન, જ્ઞાનદર્શન આદિ ગુણોના સમૂહરૂપી ચંદનાદિ વૃક્ષોનાં વનથી સુશોભિત, દેવેન્દ્ર, ચક્રવર્તી, ગણધરાદિ તીર્થયાત્રાળુઓના કાનને સુખકારી એવા દિવ્ય ધ્વનિથી શોભાયમાન તથા અનેક મુનિજનરૂપી રાજહંસ આદિ નાના પ્રકારનાં પક્ષીઓના શબ્દોથી મહા-મનોહર જે અરિહંત વીતરાગ સર્વજ્ઞ દેવ છે. તે જ નિશ્ચયથી ગંગાદિ તીર્થ છે, પણ લોક-વ્યવહારમાં પ્રસિદ્ધ એવાં ગંગાદિક એ તીર્થ નથી. પરમ નિશ્ચયથી તો વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં લીન એવા મોક્ષાર્થીઓને, સંસાર તરવાના ઉપાયમાં કારણભૂત હોવાથી જિનેશ્વરરૂપ પરમ તીર્થના જેવું જે નિજ શુદ્ધ સહજામતત્ત્વનું સ્મરણ એ જ તીર્થ છે. વ્યવહારથી તીર્થંકર પરમદેવ આદિના ગુણસ્મરણનાં કારણરૂપ હોવાથી તેમનાં નિર્વાણ સ્થાન આદિ તીર્થરૂપ છે, જે મુખ્યપણે પુણ્ય-બંધનાં કારણ છે. અહીં ભાવાર્થ એ છે કે ઉપર કહ્યું જે નિશ્ચય તીર્થ તેની શ્રદ્ધા, પરિજ્ઞાન અને અનુષ્ઠાનરહિત એવા અજ્ઞાની જીવોને બીજાં તીર્થો મુક્તિના કારણ થતાં નથી. ૮૫ જ્ઞાની તથા અજ્ઞાનીઓમાં ભેદ છે એમ કહે છે: णाणिहिं मूढहँ मुणिवरहँ अंतरु होइ महंतु। देहु वि मिल्लइ णाणियउ जीवहँ भिण्णु मुणंतु।।८६ ।। ज्ञानिनां मूढानां मुनिवराणां अन्तरं भवति महत्। देहमपि मुञ्चति ज्ञानी जीवाद्भिन्नं मन्यमानः।। ८६ ।। જ્ઞાની ને અજ્ઞાની બે મુનિવરમાં બહુ ભેદ; જ્ઞાની તનને પણ તજે જાણી, સ્વપર-પ્રભેદ. ૮૬ સમ્યગ્દષ્ટિ ભાવલિંગી અને મિથ્યાદષ્ટિ દ્રવ્યલિંગી મુનિઓમાં મહાન અંતર છે. કારણ કે જ્ઞાની મુનિ તો શરીરને પણ જીવથી ભિન્ન જાણી તજી દે છે; શરીરની મમતા તજી સ્વરૂપમાં લીન રહે છે જ્યારે દ્રવ્યલિંગી મુનિની ભેખમાં જ આત્મબુદ્ધિ હોય છે. વીતરાગ સ્વસંવેદન જ્ઞાનવાળા મહામુનિ સર્વ પદાર્થોથી આત્માને જુદો જાણી દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા નોકર્મ કે પોતાના દેહમાં પણ કોઈ પણ પ્રકારે મમતા કરતા નથી, તો પછી માતા, પિતા આદિ પરિવાર જે સ્વયમેવ ભિન્ન જ છે, તેમાં તો મમતા કરે જ ક્યાંથી? આ અપર ભેદને નહિ જાણનાર અજ્ઞાની મૂઢ પરપદાર્થોમાં સ્વપણાની માન્યતા કરીને અત્યંત દુઃખી થાય છે અને બંધદશાને પામે છે. જ્ઞાનીને પરપદાર્થોમાં આત્મબુદ્ધિ નથી, પણ અજ્ઞાનીને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #159 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૪૫ આત્મજ્ઞાન ન હોવાથી ૫૨વસ્તુઓમાં મમતા રહ્યા જ કરે છે. આ જ જ્ઞાની તથા અજ્ઞાનીઓમાં અંતર છે. ૮૬ આગળ પરિગ્રહ-ત્યાગને દેખાડે છે. लेणहँ इच्छइ मूदु पर भुवणु वि एहु असेसु । વડુ-વિદ-ધમ્મ-મિસેળ નિય વોર્દિ વિ પૃદુ વિસેસુ।।૮૭।। लातुं इच्छति मूढः परं भुवनमपि एतद् अशेषम्। વધુ—વિધ—ધર્મ-મિષે નીવઠ્ઠયો: અપિ ષ વિશેષ:।। ૮૭।। અજ્ઞાની ગ્રહવા ચહે, ત્રિભુવન વસ્તુ અશેષ; બહુવિધ ધર્મ વિષે ખરે, એ જીવ, ઉભય વિશેષ. ૮૭ જ્ઞાની તથા અજ્ઞાની જીવોમાં આટલો ભેદ છે કે અજ્ઞાની મનુષ્ય અનેક જાતના ધર્મના બહાનાથી આ આખા વિશ્વને નિશ્ચયે લેવાને, ગ્રહણ કરવાને ઇચ્છે છે. અર્થાત્ અજ્ઞાની જપ-તપ આદિ કરીને પણ સંસારસુખની ઇચ્છા કરે છે. અને જ્ઞાનીઓ ઇન્દ્રિયસુખોને પણ તુચ્છ ગણી તેની અભિલાષા કરતા નથી. વીતરાગ સહજ આનંદ એક સુખ આસ્વાદવાળો એવો પોતાનો શુદ્ધ આત્મા જ ઉપાદેય છે એવી રુચિવાળું સમ્યગ્દર્શન છે, સમસ્ત મિથ્યાત્વ રાગાદિ આસ્રવોથી ભિન્ન જે ૫૨માત્માનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે તથા રાગાદિ ભાવોનો ત્યાગ કરી શુદ્ધાત્મ સ્વરૂપમાં નિશ્ચયવૃત્તિ કરવી તે સમ્યક્ ચારિત્ર છે. તે નિશ્ચય રત્નત્રયને યથાર્થ રીતે જે જાણતા નથી તે મૂઢાત્મા સમસ્ત જગતના પદાર્થોને ધર્મના બહાનાથી ગ્રહણ કરવાને ઇચ્છે છે. ૮૭ चेल्ला - चेल्ली - पुत्थियहिं तूसइ मूदु एयहिं लज्जइ णाणियउ बंधहँ हेउ शिष्यार्जिका पुस्तकैः तुष्यति मूढो एतैः लज्जते ज्ञानी बन्धस्य हेतुं ચેલા ચેલી ગ્રંથથી મૂઢ બને સંતુષ્ટ; જ્ઞાની અહો લજ્જાય ત્યાં બંધ હેતુ ગણી દુષ્ટ. ૮૮ णिभंतु । मुणंतु ।। ८८ ।। निर्भ्रान्तः। जानन् ।। ८८ ।। અજ્ઞાની મનુષ્ય ચેલા, ચેલી, પુસ્તકાદિ પરિગ્રહના સંચયથી આનંદ પામે છે, એમાં કંઈ સંદેહ નથી. પણ જ્ઞાનીઓ એ બાહ્ય પદાર્થોથી લજ્જાય છે; કારણ કે તે તો તે બધાંને બંધનું કારણ જાણે છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યક્ચારિત્રરૂપ જે નિજ શુદ્ધાત્મા તેની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #160 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૪૬ શ્રદ્ધા નહિ કરતો, તેને નહિ ઓળખતો, તેને નહિ અનુભવતો અજ્ઞાની આત્મા પુણ્ય બંધના કારણ એવા જિનદીક્ષા કે દાનાદિ શુભ કાર્યોને તથા પુસ્તક ઉપકરણાદિને મોક્ષનું કારણ માને છે; તેના ગ્રહમાં લીન રહે છે; અને તે મળવાથી મનમાં અત્યંત સંતોષ પામે છે. પરંતુ જ્ઞાની આવી ક્રિયાઓને પુણ્યબંધનાં કારણ જાણે છે અને તેને પરંપરાએ મુક્તિનું કારણ માને છે પણ નિશ્ચયથી તેને મુક્તિનું કારણ માનતા નથી એમ તાત્પર્ય છે. ૮૮ चट्टहिं पट्टहिं कुंडियहिं चेल्ला - चेल्लियएहिं । मोहु जणेविणु मुणिवरहँ उप्पहि पाडिय तेहिं ।। ८९ ।। વરૃ: પટ્ટે: कुण्डिकाभिः शिष्यार्जिकाभिः। मोहं जनयित्वा मुनिवराणां उत्पथे पातितास्तैः ।। ८९ ।। પીંછી પાટ કમંડલુ, ચેલા ચેલી જેઠુ; મોહ કરાવી મુનીશને પાડે વિપથે એહ. ૮૯ પીંછી, કમંડલુ, પુસ્તક, શિષ્ય ( મુનિ-શ્રાવક), શિષ્યા ( આર્થિકા તથા શ્રાવિકા ) આદિનો સંગ-અતિ પરિચય મોટા મુનિઓને પણ મોહ ઉત્પન્ન કરાવી તેઓને ઉન્માર્ગમાં નાખી દે છે. જેમ કોઈ માણસ અજીર્ણના ભયથી સુંદર આહાર ત્યજી લંઘન કરે પછી અજીર્ણને દૂર કરનારી કોઈ મીઠી દવાને જીભની લોલુપતાને લીધે અધિક ખાઈને અજીર્ણપણું ઉત્પન્ન કરે તો તે અજ્ઞાની છે એટલે મૂર્ખ જ છે, પણ સમજુ નથી. તેમ કોઈ અજ્ઞાની દ્રવ્યલિંગી સાધુ મોહના ભયથી વિનીત સ્ત્રી આદિ પદાર્થો ત્યજીને નિજદીક્ષા ધારણ કરે, ત્યારે મોહરૂપી અજીર્ણને ટાળવા અર્થે વૈરાગ્ય સહિત ધારણ કરેલાં ઔષધની સમાન ઉપકરણાદિ સંયમનાં સાધનોમાં જે મુનિ રાગ કરે તે એક પ્રકારે ઔષધિથી અજીર્ણ કરવા સમાન છે. પ્રમાણસર ઔષધિનું સેવન કરવાથી રોગ મટે, પણ જો માપથી વધારે લેવામાં આવે તો તે દવા જ અજીર્ણ કરવામાં કારણ બને છે. પીંછી, કમંડલુ ઇત્યાદિ રાગભાવને ઘટાડવા માટે છે, પણ કોઈ તેમાં જ મમતા કરે તો બંધને પામે. શુદ્ધોપયોગના ધા૨ક મુનિઓને સર્વ પરિગ્રહનો ત્યાગ જ યોગ્ય છે. પરિગ્રહ શુદ્ધાત્મભાવમાં વિઘ્નરૂપ છે. એને લીધે આત્મભાવના થઈ શકતી નથી. શરીર-સંયમનું સાધન હોવાથી એને ટકાવવા માટે મુનિઓ નિર્મમત્વ ભાવથી આહાર-પાણી ગ્રહણ કરે છે, શૌચ આદિ ક્રિયા અર્થે કમંડલ છે તથા જીવ રક્ષા માટે પીંછી છે. શાસ્ત્ર એ જ્ઞાનનું સાધન છે. તે સિવાય બીજું કંઈ મુનિ પાસે હોતું નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #161 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૭ रम्येषु वस्तुवनितादिष् वीतमोहो, मुह्येद् वृथा किमिति संयमसाधनेषु। धीमान् किमामयभयात्परिहृत्य भुक्तिं। पीत्वौषधं व्रजति जातुचिदप्यजीर्णम्।। સ્ત્રી આદિ ઉત્તમ પદાર્થોમાં પણ જેને મોહ નથી તે સંયમનાં સાધનોમાં કેવી રીતે વ્યર્થ મોડું કરે? અર્થાત્ ન જ કરે. જે મનુષ્ય અજીર્ણના ભયથી આહાર તજે છે તે શું દવા પીને અજીર્ણપણું ઉત્પન્ન કરશે ? તેમ મુનિ સંયમનાં સાધનોમાં મોહ કરતા નથી, માત્ર ઉદાસીનપણે સાધનોને સેવે છે. ૮૯ केण वि अप्पउ वंचियउ सिरु लुचिवि छारेण। सयल वि संग ण परिहरिय जिणवर-लिंगधरेण ।। ९० ।। केनापि आत्मा वंचितः शिरोलञ्चित्वा क्षारेण। सकला अपि संगा न परिहृता जिनवरलिंगधरेण।। ९० ।। જેણે જિનવર વેશ લઈ, કેશ લોચ કરીનેય; સંગ સકલ જો ના તજ્યો, ઠગ્યો સ્વ આતમનેય. ૯૦ જો કોઈ ભગવાન જિનેન્દ્રનો વેશ ધારણ કરી તથા માથાના દેશોનો રાખ વડે લોચ કરીને પણ સર્વ પ્રકારના સંગને છોડતો નથી તે પોતાના આત્માને છેતરે છે. જે જીવ શુદ્ધ પરમાત્માની ભાવનારૂપ તીક્ષ્ણ શસ્ત્ર લઈ બાહ્ય અને અભ્યતર પરિગ્રહોને છેદતો નથી તે શિરમુંડનરૂપ જિન-દીક્ષા ધારણ કરીને પણ પોતાના આત્માને છેતરે છે. પ્રથમ મનોમુંડન થવું જોઈએ. અર્થાત્ મનમાંથી વસ્તુઓની મમતા છૂટી જવી જોઈએ, પછી શિરોમુંડન શોભે છે. માટે સર્વ સંગનો ત્યાગ જ આત્માને સર્વ પ્રકારે લાભકારી છે. જે આત્માઓ નિજ શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન થયેલ વીતરાગ પરમ આનંદ સ્વરૂપને અંગીકાર કરીને ત્રણ કાળ તથા ત્રણ લોકમાં મન, વચન, કાય, કૃત, કારિત, અનુમોદનાથી જોયેલા, સાંભળેલા તથા અનુભવેલા પદાર્થોને તજી સ્વપરિણતિમાં લીન થાય છે, તે પરિગ્રહ-ભાવને તજે છે. આ પરિગ્રહ શુદ્ધાત્માની અનુભૂતિથી વિપરીત છે. ૯૦ जे जिण-लिंगु धरेवि मुणि इट्ठ-परिग्गह लेंति। छद्दि करेविणु ते जि जिय सा पुणु छद्दि गिलंति।।९१।। ये जिनलिङ्गं धृत्वापि मुनय इष्ट परिग्रहान् लान्ति। छर्दैि कृत्वा ते एव जीव तां पुनः छर्दैि गिलन्ति।। ९१ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #162 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮ જે જિનલિંગ ધરી મુનિ, ગ્રહે પરિગ્રહ ઇષ્ટ; વમન કરીને તે ગળે, પાછું તે જ અનિષ્ટ. ૯૧ હે જીવ, જે મુનિ જિનલિંગ ધારણ કરીને પણ ઇષ્ટ પરિગ્રહોને ગ્રહણ કરે છે તેઓ વમન કરીને ફરી તે વમેલાને ખાય છે એમ સમજવું જોઈએ. પરિગ્રહ ત્રણ પ્રકારે છે–સચિત્ત-એટલે સજીવન વસ્તુઓ, અચિત્ત એટલે નિર્જીવ પદાર્થો અને મિશ્ર જીવ-અજીવ બન્ને પદાર્થો. ગૃહસ્થની અપેક્ષાએ સચિત્ત પરિગ્રહ પુત્ર, કલત્ર, માતા-પિતા ઇત્યાદિ, અચિત્ત પરિગ્રહ આભરણાદિ તથા મિશ્ર પરિગ્રહ આભરણસહિત સ્ત્રી-પુત્રાદિ. મુનિની અપેક્ષાએ સચિત્ત પરિગ્રહ શિષ્યાદિ, અચિત્ત પરિગ્રહ પીંછીકમંડલુ શાસ્ત્ર ઇત્યાદિ, મિશ્ર પરિગ્રહ પીંછી કમંડલુ સહિત શિષ્ય વગેરે. અથવા બીજી રીતે પણ પરિગ્રહ બતાવે છે-મિથ્યાત્વ રાગાદિ ચિત્ત પરિગ્રહ છે, દ્રવ્યકર્મ નોકર્મ અચિત્ત પરિગ્રહ છે; દ્રવ્ય કર્મ તથા ભાવકર્મના સંબંધ રૂપે મિશ્ર પરિગ્રહ છે. આ પ્રમાણે બાહ્ય અને અત્યંતર પરિગ્રહ વિનાનો મુનિવેશ ધારણ કરી જે જીવો ઈષ્ટ પરિગ્રહની ઇચ્છા કરે છે તેઓ શુદ્ધાત્માની અનુભૂતિથી રહિત છે, અજ્ઞાની છે તથા વીતરાગ શાસનથી બાહ્ય છે. તેઓ વમેલા આહારને ગ્રહણ કરનારની સમાન નિંદવાયોગ્ય થાય છે. કહ્યું છે કે त्यक्त्वा स्वकीयपितृमित्रकलत्रपुत्रान्; सक्तोऽन्यगेहवनितादिषु निर्मुमुक्षुः। दोाम् पयोनिधिसमुद्वतनक्रचक्रं; प्रोत्तीर्य गोष्पदजलेषु निमग्नवान् सः।। જે પોતાનાં પિતા-માતા, મિત્ર, સ્ત્રી-પુત્રાદિનો ત્યાગ કરી બીજાના સદન તથા સ્ત્રીઓમાં આસક્ત થાય છે, તે મનુષ્ય ભુજાઓથી મગરાદિ યુક્ત ભયંકર સમુદ્રને તરીને ગાયની ખરીમાં રહેલા પાણીમાં ડૂબી જાય છે. ૯૧ लाहहँ कित्तिहि कारणिण जे सिव-संगु चयंति। खीला-लग्गिवि ते वि मुणि देउलु देउ डहति।।९२।। लाभस्य कीर्तेः कारणेन ये शिवसंगं त्यजन्ति। कीलानिमित्तं तेऽपि मुनयः देवकुलं देवं दहन्ति ।। ९२ ।। લાભ કીર્તિ અર્થે તજે, જે મુનિઓ શિવસંગ; દહે ખીલાર્થે દેવ તે, કે દેવાલય ચંગ. ૯૨ જે કોઈ ઐહિક લાભ કે કીર્તિને કારણે પરમાત્માનું ધ્યાન છોડી દે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #163 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૪૯ છે તે મુનિઓ લોઢાના ખીલાને મેળવવા માટે દેવાલય તથા દેવને બાળે છે. જ્યારે આ જીવ ખ્યાતિ, લાભ કે પ્રતિષ્ઠાને અર્થે શુદ્ધાત્માની ભાવનાને તજી દે છે અને અજ્ઞાનભાવમાં પ્રવર્તે છે ત્યારે તેને જ્ઞાનાવરણાદિ કર્મ બંધાય છે. કેવલજ્ઞાનાવરણ કર્મ કેવલજ્ઞાનને ઢાંકે છે, કેવલ દર્શનાવરણ કેવલદર્શનને રોકે છે, વીર્યંતરાય કર્મ અનંતવીર્યને અવરોધે છે તથા મોહનીય કર્મ આત્માના અનંત સુખને આવરે છે. આ પ્રમાણે અનંત ચતુષ્ટયના અલાભમાં જીવને ૫૨મ-ઔદારિક શરીરની પ્રાપ્તિ થતી નથી, કેમકે જે તે જ ભવમાં મોક્ષે જવાના હોય તેને જ ૫૨મ-ઔદારિક દેહની પ્રાપ્તિ થાય છે. જે જીવો શુદ્ધ સહજ આત્મસ્વરૂપની ભાવના કરે છે તેઓ સંસાર સ્થિતિનો ક્ષય કરી શાશ્વત સુખરૂપ મોક્ષને પામે છે. તાત્પર્ય કે જે મુનિઓ ખીલારૂપ અસાર ઇન્દ્રિસુખ મેળવવા માટે પરમાત્માના ધ્યાનને તજે છે તેઓ મુક્તિપદને યોગ્ય શરીરરૂપી દેવસ્થાનને તથા શુદ્ધ સહજ આત્મસ્વરૂપરૂપ દેવપદને બાળી દે છે, અર્થાત્ પામતા નથી. કહ્યું છે કે “ सग्गो तवेण सव्वो वि पावए किं तु झाणजाएण । जा पावइ सो पावइ परभवे सासयं सोक्खं ।। '' તપ કરીને તો બધાય સ્વર્ગને પામે છે, પરંતુ ધ્યાનના યોગે જે સ્વર્ગ પામે છે તે પરભવમાં શાશ્વત સુખને પામે છે. અર્થાત્ સ્વર્ગથી આવી મનુષ્ય જન્મ પામી મોક્ષ પામે છે તેની સ્વર્ગપ્રાપ્તિ સફળ છે. જ્યારે તપના ફળથી સ્વર્ગ પામી પછી ત્યાંથી સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે, તેની સ્વર્ગપ્રાપ્તિ નિરર્થક છે. ૯૨ રચનારૂપ अप्पर मण्णइ जो जि मुणि गरुयउ गंथहिं तत्थु । सो परमत्थे जिणु भणइ गवि बुज्झइ परमत्थु ।। ९३ ।। आत्मानं मन्यते य एव मुनिः गुरुकं ग्रन्थैः तथ्यम्। स परमार्थेन जिनो भणति नैव बुध्यते परमार्थम् ।। ९३ ।। જે મુનિ આત્માને ગણે, પરિગ્રહથી જ મહંત; પરમાર્થે પરમાર્થ તે જાણે ન જિન કહંત. ૯૩ જે મુનિ બાહ્ય પરિગ્રહથી પોતાના આત્માને મહાન માને છે, અર્થાત્ પરિગ્રહથી ગૌરવ ગણે છે તે નિશ્ચયથી યથાર્થપણે ૫૨માર્થને જાણતો નથી, એમ શ્રી જિનેશ્વર ભગવાન કહે છે. નિર્દોષ પ૨માત્માથી વિરુદ્ધ એવા પૂર્વોક્ત પરિગ્રહોથી અથવા ગ્રન્થ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #164 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫O શબ્દ-શાસ્ત્રોથી જે પોતાને મહંત માને છે તે પરમાર્થ શબ્દથી કહેવા યોગ્ય વીતરાગ પરમાનંદ સ્વભાવવાળા પરમાત્માને જાણતા નથી. ૯૩ बुज्झंतहँ परमत्थु जिय गुरु लहु अत्थि ण कोइ। जीवा सयल वि बंभु परु जेण वियाणइ सोइ।।९४ ।। बुध्यमानानां परमार्थं जीव गुरुः लघुः अस्ति न कोऽपि। जीवाः सकला अपि ब्रह्म परं येन विजानाति सोऽपि।।९४ ।। જીવ, પરમાર્થ-પ્રવીણ ને, ગુરુ લઘુ નહિ કોય; કારણ જીવ પરબ્રહ્મ સૌ, નિયમે જાણે સોય. ૯૪ હે જીવ, પરમાર્થને યથાર્થ જાણનારાઓને કોઈ પણ જીવ નાનો કે મોટો નથી કારણ કે સર્વ જીવો પરબ્રહ્મ સ્વરૂપ છે. સમ્યગ્દષ્ટિ નિશ્ચયથી એમ જાણે છે. જે પરમાર્થને જાણતા નથી તે જ પરિગ્રહમાં ગુરુતા માને છે અને પરિગ્રહના અભાવમાં લઘુતા ગણે છે; પણ આ ભૂલ છે. લઘુતા, ગુરુતા કર્મોના આવરણના લીધે જીવોમાં જોકે જણાય છે તોપણ નિશ્ચયથી સર્વ જીવો સમાન છે તથા બ્રહ્મ અર્થાત્ સિદ્ધ પરમેષ્ઠી સર્વને કેવલજ્ઞાનથી જેમ જાણે છે તથા જુએ છે તેમ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ પણ સર્વ જીવોને શુદ્ધરૂપે જુએ છે. ૯૪ जो भत्तउ रयण-त्तयहँ तसु मुणि लक्खणु एउ। अच्छउ कहिं वि कुडिल्लियइ सो तसु करइ ण भेउ।।९५ ।। यः भक्तः रत्नत्रयस्य तस्य मन्यस्व लक्षणं इदम्। तिष्ठतु कस्यामपि कुड्यां स तस्य करोति न भेदम्।। ९५ ।। રત્નત્રયના ભક્તનું લક્ષણ જાણ તું એહ; ગણે ન જીવમાં ભેદ તે, રહો ગમે તે દેહ. ૯૫ જે મુનિ રત્નત્રયની આરાધના કરનાર છે તેનું આ લક્ષણ તું જાણે કે ગમે તે શરીરમાં જીવી રહ્યો હોય તોપણ તે જ્ઞાની તેનો ભેદ કરતા નથી. એટલે સર્વ જીવોને તે સિદ્ધ સમાન શુદ્ધ જુએ છે પણ શરીરના ભેદથી જીવને ભેદરૂપે માનતા નથી. કર્મોદયને લીધે જીવ ગમે તે શરીરમાં રહે પણ જ્ઞાની પુરુષો તેને શરીરરૂપે ન માનીને જ્ઞાન-દર્શન ઉપયોગવાળો અનંત ગુણોના સદુભાવવાળો માને છે. અત્રે શિષ્ય પૂછે કે-હે ભગવાન, જો દેહના ભેદથી જીવોનો ભેદ ન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #165 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૧ હોય તો એક જ જીવ માનવાનો પ્રસંગ આવે છે, એટલે સમસ્ત વિશ્વમાં એક જ જીવ કહેવાય તેનું સમાધાન શુદ્ધ સંગ્રહનયની અપેક્ષાએ સેના તથા વનની સમાન જાતિ અપેક્ષાએ ભેદ નથી પણ વ્યવહારનયથી વ્યક્તિ અપેક્ષાએ વનમાં ભિન્નભિન્ન વૃક્ષની સમાન તથા સેનામાં જુદા જુદા હાથી, ઘોડાની સમાન જીવોમાં ભેદ છે. કથનને અપેક્ષાપૂર્વક સમજવાથી કોઈ જાતનો વિરોધ નથી. ૯૫ जीवहँ तिहुयण-संठियहँ मूढा भेउ करंति। केवल-णाणिं णाणि फुडु सयलु वि एक्कु मुणंति।। ९६ ।। जीवानां त्रिभूवनसंस्थितानां मूढा भेदं कुर्वन्ति। केवलज्ञानेन ज्ञानिनः स्फुटं सकलमपि एकं मन्यते।। ९६ ।। ત્રિભુવનસ્થિત જીવો વિષે મૂઢ, ગર્ણતા ભેદ; કેવલજ્ઞાને જ્ઞાની ફુટ, જાણે સકલ અભેદ. ૯૬ ત્રણે લોકમાં રહેલા જીવોમાં મૂર્ખ જ ભેદ પાડે છે, પરંતુ જ્ઞાનીઓ તો કેવલજ્ઞાન વડે નિશ્ચિતપણે સર્વ જીવોને સમાન માને છે. વ્યવહારનયથી જેમ સોળ વાનીનું સુવર્ણ ધોળા, પીળા, રાતા આદિ જુદા જુદા રંગનાં વસ્ત્રોમાં વીંટાયેલું હોવાથી જુદુ જુદુ ભાસે છે પણ તેમાં સુવર્ણપણે કોઈ પ્રકારે ભેદ નથી તેમ વ્યવહારનયથી શરીરના ભેદથી જીવોમાં ભેદ દેખાય પણ જીવપણે ભેદ નથી. અજ્ઞાનીઓ દેહના ભેદથી જીવમાં ભેદ માને છે અને વીતરાગ સ્વસંવેદન જ્ઞાનીઓ જીવપણાથી સર્વ જીવોને સમાન માને છે. ૯૬ શુદ્ધ સંગ્રહનયથી સર્વ જીવ સમાન છે जीवा सयल वि णाणमय जम्मण-मरण विमुक्क। जाव-पएसहिं सयल सम सयल वि सगुणहिं एक्क।। ९७।। जीवाः सकला अपि ज्ञानमया जन्ममरणविसुक्ताः। जीवप्रदेशैः सकलाः समाः सकला अपि स्वगुणैरेके।। ९७।। સર્વે જીવો જ્ઞાનમય, જન્મ-મરણથી મુક્ત; સમ સૌ જીવપ્રદેશથી સમ સ્વગુણે સમસ્ત. ૯૭ સર્વ જીવો જ્ઞાનમય છે અને જન્મ-મરણથી રહિત છે. પોતપોતાના પ્રદેશોથી સર્વ સમાન છે અને સર્વ જીવસમુદાય પોતાના ગુણોની અપેક્ષાએ એક છે, સમાન છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #166 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૨ વ્યવહારથી લોકાલોક પ્રકાશક અને નિશ્ચયથી નિજ શુદ્ધાત્મ દ્રવ્યને ગ્રહણ કરનાર જે કેવલજ્ઞાન તે જોકે વ્યવહારનયથી કેવલજ્ઞાનાવરણીય કર્મથી આવરણ પામેલું છે; તોપણ શુદ્ધનિશ્ચયનયથી પ્રત્યેક જીવ તે કેવલજ્ઞાનની શક્તિવાળો છે, અને કર્મનો અભાવ થવાથી એ કેવલજ્ઞાન પ્રગટે છે. અર્થાત્ જીવમાત્ર કેવલજ્ઞાનની શક્તિવાળો છે. પરમાત્માને તે કેવલજ્ઞાન પ્રગટ છે અને સંસારી જીવોમાં શક્તિરૂપે છે. વ્યવહારનયથી જીવ જન્મ-મરણ સહિત છે, તોપણ નિશ્ચયથી જન્મ-મરણ વિનાનો છે. કર્મને લીધે જન્મમરણ છે, તેના અભાવમાં સર્વ જીવો જન્મમરણ રહિત જ છે. સર્વ અવસ્થામાં આત્મા અસંખ્યાત પ્રદેશી છે. તે સંકોચ- વિસ્તારની અપેક્ષાએ શરીર પ્રમાણ છે. આ પ્રમાણે સર્વ આત્માઓ જ્ઞાન, દર્શન, સુખ, શક્તિ આદિ ગુણોની અપેક્ષાએ એક-સરખા સ્વભાવવાળા છે, તેથી પણ તેઓ એક કહેવાય છે. એમ શુદ્ધ સહજ આત્માનું સ્વરૂપ જાણી તેનું નિરંતર ધ્યાન કરવા યોગ્ય છે. ૯૭ જીવનું લક્ષણ જ્ઞાન-દર્શન છે એમ કહે છે जीवहँ लक्खणु जिणवरहि भासिउ दंसण-णाणु। तेण ण किज्जइ भेउ तहँ जइ मणि जाउ विहाणु।। ९८ ।। जीवानां लक्षणं जिनवरैः भाषितं दर्शनं ज्ञानम। तेन न क्रियते भेदः तेषां यदि मनासि जातो विभातः।। ९८ ।। જીવનું લક્ષણ જિનવરે, ભાખ્યું દર્શન જ્ઞાન; તેથી ન ભેદ કરાય ત્યાં, જો મન પ્રગટયો ભાણ. ૯૮ જીવોનું લક્ષણ જ્ઞાનદર્શન છે એમ શ્રી જિનવર દેવે કહ્યું છે, તેથી જો તારા મનમાં જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થયો હોય તો તું તે જીવોમાં ભેદ ન પાડ, પણ સર્વને સમાન જાણ. જોકે વ્યવહારનયથી સંસાર-અવસ્થામાં મત્યાદિજ્ઞાન તથા ચક્ષુ આદિ દર્શન જીવનું લક્ષણ છે તોપણ નિશ્ચયથી કેવલજ્ઞાન અને કેવલદર્શન જીવનું લક્ષણ છે એમ જિનવરદેવે કહ્યું છે. વ્યવહારથી દેહ-ભેદ હોવા છતાં કેવલજ્ઞાન કેવલદર્શનારૂપ નિશ્ચય લક્ષણથી ભેદ નથી; એ અપેક્ષાએ સર્વ જીવો સમાન છે, કોઈ નાના-મોટા નથી. જો તારા મનમાં વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થયો છે અને મોહનિદ્રાના અભાવથી આત્મબોધરૂપ પ્રભાત પ્રગટયું છે તો તું સર્વને સમાન દેખ. જેમ સોનાની રાશિમાં રહેલું સર્વ સોનું સમાન જ છે તોપણ થોડું સોનું ગ્રહણ કરવાથી સર્વ સોનું ગ્રહણ કરાતું નથી, તેનું કારણ એ છે કે સોનાના પ્રદેશો જુદા જુદા છે, તેમ સર્વ જીવો કેવલજ્ઞાનદર્શનની અપેક્ષાએ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #167 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૩ સમાન છે તોપણ એક જીવને ગ્રહણ કરવાથી સર્વ જીવો ગ્રહણ કરાતા નથી કારણ કે પ્રત્યેક જીવના પ્રદેશો ભિન્ન ભિન્ન છે. સારાંશ કે કેવલજ્ઞાન-કેવલદર્શન ઉપયોગની અપેક્ષાએ સર્વ જીવો સમાન છે તોપણ પ્રત્યેક જીવના પ્રદેશો જુદા જુદા છે. ૯૮ बंभहँ भुवणि वसंताहँ जे णवि भेउ करंति। ते परमप्प-पयासयर जोइय विमलु मुणंति।। ९९ ।। ब्रह्मणां भुवने वसतां ये नैव भेदं कुर्वन्ति। ते परमात्मप्रकाशकराः योगिन् विमलं जानन्ति।। ९९ ।। જગમાં વસતાં જીવનો કરે નહીં જે ભેદ; તે પરમાત્મપ્રકાશકર લહે વિમલ નિજ ભેદ. ૯૯ હે યોગી, આ લોકમાં વસનારા જીવોમાં જે ભેદ કરતા નથી તે પરમાત્મતત્ત્વને પ્રકાશ કરનારા જ્ઞાનીઓ પોતાના નિર્મળ, સહજ આત્મસ્વરૂપને જાણે છે. જીવરાશિની અપેક્ષાએ જીવોની એકતા છે પરંતુ પ્રદેશભેદથી સર્વ જીવો જુદા જુદા છે. જેમ વૃક્ષોમાં જાતિ અપેક્ષાએ એકપણું છે, પર્વતોમાં પર્વત જાતિની અપેક્ષાએ એકતા છે, તોપણ વ્યક્તિ અપેક્ષાએ જુદા જુદા છે, તેમ જીવ જાતિની અપેક્ષાએ સર્વ જીવ સમાન છે પરંતુ પ્રદેશના ભેદથી સર્વ જીવો ભિન્ન ભિન્ન છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જેમ એક જ ચંદ્ર પાણી ભરેલાં વાસણોમાં ભિન્ન ભિન્ન દેખાય છે તેમ એક જ જીવ અનેક શરીરોમાં જુદો જુદો ભાસે છે અર્થાત્ આત્મા એક જ છે. શ્રી ગુરુ તેનું સમાધાન કરે છે–પાણીના ઘડાઓમાં ચંદ્રનાં કિરણોની ઉપાધિથી જનજાતિના પુદગલો ચંદ્રના આકારે પરિણમે છે પણ આકાશમાં ચંદ્ર તો એક જ છે, તે અનેકરૂપે પરિણમતો નથી. તેમ એક જ બ્રહ્મ અનેકરૂપે પરિણમે છે એ વાત યોગ્ય લાગતી નથી. જો આત્મા એક જ હોય તો જગતમાં આટલી બધી વિચિત્રતા જોવામાં ન આવે. જેમ દેવદત્તના મુખનું નિમિત્ત પામીને અનેક દર્પણોના પુદગલો જ અનેક મુખાકારે પરિણમે છે પણ દેવદત્તનું મુખ અનેક આકારે પરિણમતું નથી. જો પરિણમે તો દર્પણમાં રહેલા મુખના પ્રતિબિંબને ચેતનપણું પ્રાપ્ત થાય, પણ તેમ દેખાતું નથી તેમ ચંદ્ર પણ અનેકરૂપે પરિણામ પામતો નથી તથા ચંદ્રમાની સમાન કોઈ પ્રત્યક્ષ બ્રહ્મ આંખોએ દેખાતો નથી કે જે વિશ્વરૂપે પરિણમે. ૯૯ राय दोस बे परिहरिवि जे सम जीव णियंति। ते सम-भावि परिट्ठिया लहु णिव्वाणु लहंति।। १०० ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #168 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪ राग-द्वेषौ द्वौ परिहृत्य ये समान् जीवान् पश्यन्ति। ते समभावे प्रतिष्ठिताः लघु निर्वाणं लभन्ते।।१०० ।। રાગદ્વેષ દ્વય પરિહરિ, સૌ જીવ જુવે સમાન; સમભાવે પ્રતિષ્ઠિત તે, શીધ્ર લહે નિર્વાણ. ૧૦૦ રાગ અને દ્વેષ એ બન્નેને તજીને જે સર્વ જીવોને સમાન જાણે છે તે સમભાવમાં વિરાજમાન સાધુ તેથી તરત જ મોક્ષને પામે છે. વીતરાગ ચિદાનંદરૂપ જે પોતાનું શુદ્ધ સહજાભદ્રવ્ય તેની ભાવનાથી વિમુખ જે રાગદ્વેષ તેને તજીને જે મહાપુરુષ કેવલજ્ઞાન દર્શન લક્ષણે કરી સર્વ જીવોને સમાન ગણે છે તે પુરુષ જીવન-મરણ, લાભ-અલાભ, સુખ-દુઃખ આદિ દ્વન્દ્રોમાં સમાનભાવ, સમતાભાવે સ્થિર રહે છે, તેથી અત્યંત અદભુત અચિંત્ય કેવલજ્ઞાનાદિ અનંત ગુણના ધામરૂપ મોક્ષપદને શીધ્ર પામે છે. આ પરમાર્થને જાણીને રાગ-દ્વેષને તજીને શુદ્ધ સહજાત્માના અનુભવરૂપ જે સમભાવ તેનું સદાય સેવન કરવા યોગ્ય છે. ૧૦૦ જ્ઞાનદર્શન વિનાનો કોઈ જીવ નથી जीवहँ दंसणु णाणु जिय लक्खणु जाणइ जो जि। देह-विभेएँ भेउ तहँ णाणि कि मण्णइ सो जि।। १०१।। जीवानां दर्शनं ज्ञानं जीव लक्षणं जानाति य एव। देह-विभेदेन भेदं तेषां ज्ञानी किं मन्यते तमेव।। १०१।। જીવનું દર્શન જ્ઞાન, જીવ, લક્ષણ જાણે એમ; દેહ-ભેદથી ભેદ તો, જ્ઞાની માને કેમ? ૧૦૧ હે જીવ, જ્ઞાન-દર્શન પ્રત્યેક જીવનું લક્ષણ છે એમ જે જાણે છે તે જ્ઞાની દેહના ભેદથી શું તે જીવોમાં ભેદ માનશે? અર્થાત્ કદી નહિ માને. જે જ્ઞાની જીવનાં લક્ષણોને યથાર્થ જાણે છે તે દેહના ભેદથી જીવમાં ભેદ માનતા નથી. દેહ-ભેદ હોવા છતાં ગુણની અપેક્ષાએ સર્વ જીવ સમાન છે. અર્થાત જીવ જાતિએ એકસરખા છે. બ્રહ્માદ્વૈતવાદી અનેક જીવોને માનતા નથી પણ એક જ જીવને માને છે, તે વાત યુક્તિથી માનતાં બંધબેસતી નથી. એક જ જીવ માનવામાં અનેક દોષ આવે છે, જો એક જ જીવ હોય તો એકના સુખથી સર્વને સુખી થવાનો પ્રસંગ આવે; અથવા એકની મુક્તિથી બીજા સર્વની મુક્તિ થવી જોઈએ પણ એમ દેખાતું નથી માટે એક જ આત્મા માનતાં વિરોધ આવે છે. ૧૦૧ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #169 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૫ देह-विभेयइँ जो कुणइ जीवहँ भेउ विचित्तु। सो णवि लक्खणु मुणइ तहँ दंसणु णाणु चरित्तु।। १०२।। देहविभेदेन यः करोति जीवानां भेदं विचित्रम्। स नैव लक्षणं मनुते तेषाम् दर्शनं ज्ञानं चारित्रम्।। १०२ ।। દેહ-ભેદથી જે કરે, જીવનો ભેદ વિચિત્ર. જીવ-લક્ષણ જાણે ન તે, દર્શન જ્ઞાન ચરિત્ર. ૧૦૨ શરીરના ભેદથી જે જીવોના અનેક પ્રકારના ભેદો કરે છે તે જીવોનાં જ્ઞાનદર્શન અને ચારિત્રરૂપ જે લક્ષણ છે તેને જાણતા નથી. પોતાનાં ઉપાર્જન કરેલાં કર્મના ઉદય વડે જીવો જુદા જુદા શરીરોમાં દર્શન દે છે. કોઈ જીવ મનુષ્ય છે, કોઈ પશુ છે, કોઈ દેવ છે તેમ જ કોઈ નરક અવસ્થા ભોગવે છે; તોપણ સર્વ જીવોમાં ઉપયોગગુણની મુખ્યતા છે તેથી બધા જીવો સરખા છે. જ્ઞાનીઓ નિશ્ચયથી સર્વને સમાન લેખે છે. નિશ્ચયનયથી જ્ઞાનદર્શન તથા ચારિત્ર જીવનું લક્ષણ છે એમ જાણી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ચાંડાલ આદિ દેહના ભેદને જોઈને રાગ-દ્વેષ કર્તવ્ય નથી. સર્વ જીવોની સાથે મૈત્રીભાવ, અદ્વેષભાવ કરવો એ જ તાત્પર્ય છે. ૧૦૨ अंगइँ सुहमइँ बादरइँ विहि-वसिं होति जे बाल। जिय पुणु सयल वि तित्तडा सव्वत्थ वि सयकाल।। १०३ ।। अङ्गानि सूक्ष्माणि बादराणि विधिवशेन भवन्ति ये बालाः। जीवाः पुनः सकला अपि तावन्तः सर्वत्रापि सर्वकाले।। १०३।। વિધિવશ સૂક્ષ્મ સ્થૂલ તન, બાળ આદિ પર્યાય; પણ જીવ છે તે તેવડા, સૌ સર્વત્ર સદાય. ૧૦૩ સૂક્ષ્મ અને બાદર શરીર તથા બાળ-વૃદ્ધાદિ જે અવસ્થાઓ છે તે સર્વ કર્મના ઉદયથી થાય છે અને જીવો તો સર્વ અવસ્થાઓમાં સર્વ જગાએ અને સર્વ કાળે અસંખ્યાત પ્રદેશી અને જ્ઞાનદર્શનવાળા છે. શુદ્ધાત્મભાવનાના અભાવમાં સંચય કરેલાં શુભાશુભ કર્મથી આ આત્માની અનેક અવસ્થાઓ થાય છે. તે બધી અવસ્થાઓ કર્મજનિત છે, આત્માની નથી. જીવ દ્રવ્ય પ્રમાણથી અનંત છે, ક્ષેત્રની અપેક્ષાએ લોકાકાશ પ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે તથા વ્યવહારથી સ્વદેહ પ્રમાણ છે. સર્વત્ર તથા સર્વકાળે જીવનું આ સ્વરૂપ છે. બાદર સુક્ષ્માદિ ભેદો પણ કર્યજનિત છે એમ માની જીવોમાં ભેદ ન કર. નિશ્ચયથી સર્વ જીવો જ્ઞાન-દર્શનવાળા છે. ૧૦૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #170 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬ જે જીવોમાં શત્રુ-મિત્ર આદિનો ભેદ કરતો નથી તે નિશ્ચયથી જીવનાં લક્ષણ જાણે છે सत्तु वि मित्तु वि अप्पु परु जीव असेसु वि एइ। एक्कु करे विणु जो मुणइ सो अप्पा जाणेइ।।१०४ ।। शत्रुरपि मित्रमपि आत्मा पर: जीवा अशेषा अपि एते। एकत्वं कृत्वा यो मनुते स आत्मानं जानाति।।१०४ ।। શત્રુ મિત્ર કે સ્વકીય પર, જે આ જીવ સમસ્ત; એક ગણી સૌ સમ જુએ, તે જાણે નિજતત્ત્વ. ૧૦૪ આ બધાં પ્રાણીઓ છે તેમાંથી કોઈક કોઈનો શત્રુ પણ છે તથા કોઈ કોઈનો મિત્ર પણ છે. આ પોતાનો છે. આ પારકાનો છે એમ વ્યવહારથી જાણીને જે જ્ઞાની એક દષ્ટિ રાખીને નિશ્ચયથી સર્વને સમાન જુએ છે, માને છે, તે જ આત્માને જાણે છે. શત્રુ, મિત્ર, જીવન-મરણ, લાભ-અલાભ આદિ સર્વ દ્વન્દ્રોમાં સમભાવરૂપ જે વીતરાગ પરમ સામાયિક ચારિત્ર તેના પ્રભાવથી જીવોને જે શુદ્ધ સંગ્રહનયની અપેક્ષાએ સમાન જાણે છે તે સ્વસ્વરૂપને જાણે છે. તે સ્વસ્વરૂપ વીતરાગ સહજાનંદરૂપ તથા શત્રુ-મિત્ર આદિની કલ્પનાથી રહિત છે. ૧૦૪ जो णवि मण्णइ जीव जिय सयल वि एक्क-सहाव। तासु ण थक्कइ भाउ समु भव-सायरि जो णाव।।१०५।। यो नैव मन्यते जीवान जीव सकलानपि एकस्वभावान्। તસ્ય તિતિ ભાવ: સમ: મવસT Tરે ય: નૌ: /૨૦IT એક-સ્વભાવી જીવ સૌ, માને એમ ન જે; સમભાવ ન તેને રહે, ભવાબ્ધિ નૌકા જેહ. ૧૦૫ હે જીવ, સર્વ જીવોને એક સ્વભાવવાળા જે માનતા નથી તે અજ્ઞાની જીવને સમભાવ નથી કે જે સમભાવ સંસારરૂપ સમુદ્ર તરવામાં નાવ સમાન છે. નિશ્ચયથી સર્વ પ્રાણીઓ સમાન છે એમ જેને શ્રદ્ધા નથી તેને સમભાવ ઉત્પન્ન થતો નથી. વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં વિરાજતા યોગીઓ પ્રાણીઓને સમભાવે જુએ છે; જે સમભાવ અપાર સંસાર સમુદ્રને ઉલંઘવામાં નાવ સમાન છે. માટે રાગ-દ્વેષનો ત્યાગ કરીને પરમ ઉપશમ સ્વભાવવાળા શુદ્ધ સહુજાત્મામાં સ્થિતિ કરવી જોઈએ. ૧૦૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #171 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૭ જીવોમાં જે ભેદ છે તે કર્મભનિત છે जीवहँ भेउ जि कम्म-किउ कम्मु वि जाउ ण होइ। जेण विभिण्णउ होइ तहँ कालु लहेविणु कोइ।। १०६ ।। जीवानां भेद एव कर्मकृतः कर्म अपि जीवो न भवति। येन विभिन्नः भवति तेभ्यः कालं लब्ध्वा कमपि।। १०६ ।। કર્મકૃત જીવ-ભેદ સૌ, પણ કર્મ ન જીવ થાય; કારણ જીવ અવસર મળ્ય, ભિન્ન કર્મથી થાય. ૧૦૬ જીવોમાં કર્મથી કરાયેલો નર-નારકાદિ ભેદ છે, પણ કર્મ તે જીવ નથી. કારણ કે અવસરને પામીને તે કર્મોથી આત્મા જુદો થાય છે એટલે મુક્ત થાય છે. કર્મ શુદ્ધાત્માથી જુદાં છે, શુદ્ધાત્મા ભેદ-કલ્પનાથી રહિત છે. શુભાશુભ કર્મ જીવનું સ્વરૂપ નથી, જીવનું સ્વરૂપ તો નિર્મળ જ્ઞાનદર્શન સ્વભાવ છે. અનાદિકાલથી આ જીવ પોતાનું સ્વરૂપ ભૂલી રહ્યો છે તેથી રાગાદિ અશુદ્ધોપયોગથી કર્મબંધ કરે છે. તે કર્મબંધ પણ અનાદિકાળનો છે. વીતરાગ પરમાત્માની અનુભૂતિ (અનુભવ)માં સહકારી કારણ એવા સમયને પામીને કોઈ એક જીવ એ અનાદિકાલના કર્મબંધનથી મુક્ત થાય છે. આત્મા ટંકોત્કીર્ણ જ્ઞાયક એક શુદ્ધ સ્વભાવવાળો છે અને સ્ત્રી, પુત્ર, પુરુષાદિ ભેદો આત્માથી ભિન્ન છે. માટે તે ભેદોને જોઈને રાગ-દ્વેષ કર્તવ્ય નથી. ૧૦૬ શુદ્ધ સંગ્રહનયથી જીવોમાં ભેદ નથી एक्कु करे मण विणि करि मं करि वण्ण-विसेसु। इक्कइँ देवइँ जें वसइ तिहयणु एहु असेसु।।१०७।। एकं कुरु मा द्वौ कुरु मा कुरु वर्णविशेषम्। एकेन देवेन येन वसति त्रिभुवनं एतद् अशेषम्।। १०७ ।। એક જાણ, તજ દ્વન્દ તું, કર નહિ વર્ણવિશેષ; કારણ એક જ દેવ આ, જગમાં વસે અશેષ. ૧૦૭ હે આત્મા, તું જાતિની અપેક્ષાએ સર્વ જીવોને એક કર, અર્થાત્ એક જાણ; પણ રાગ-દ્વેષ ન કર. મનુષ્યજાતિની અપેક્ષાએ બ્રાહ્મણાદિ વર્ણભેદ પણ ન કર, કારણ કે અભેદનયથી શુદ્ધ આત્માની સમાન આ સર્વલોકમાં રહેવાવાળી જીવરાશિ વસે છે, એટલે જીવપણે બધા જીવો સરખા છે. સૂક્ષ્મ જીવોથી આ લોક નિરંતર ભરેલો છે. બાદર તથા ત્રસ જીવો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #172 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮ પણ આ લોકમાં જ છે. તે જીવો શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી શક્તિની અપેક્ષાએ કેવલજ્ઞાનાદિ ગુણરૂપ છે. જીવોમાં જે અનેક પ્રકારની ભિન્નતા દેખાય છે તે સર્વ કર્મકૃત છે એટલે કર્મના ઉદયને લીધે અનેક અવસ્થાઓમાં જીવ જુદા જુદા આકારે જણાય છે તોપણ નિશ્ચયનયથી શક્તિરૂપે તે જીવ પરમબ્રહ્મ સ્વરૂપ કહેવાય છે, પરમવિષ્ણુ કહેવાય છે તથા પરમશિવ પણ એને જ કહે છે. આ કારણથી કોઈ જગતને બ્રહ્મમય કહે છે, વિષ્ણમય કહે છે તથા શિવમય કહે છે. આ કથન સાંભળીને કોઈ પ્રશ્ન કરે છે કે જ્યારે તમે જગતને બ્રહ્મમય, વિષ્ણમય માનો છો તો અન્યમતવાળાઓને શા માટે દોષ આપો છો? તેનું સમાધાન-જો તેઓ પૂર્વોક્ત નય વિભાગને સમજીને વીતરાગ સર્વજ્ઞ પ્રણીત માર્ગથી યથાર્થપણે માનતા હોય તો કોઈ દોષ નથી. જગતમાં વ્યાપનાર કોઈ એક બ્રહ્માદિ પુરુષ છે, તે જગતનો કર્તા છે ઇત્યાદિ માનતા અનેક વિરોધો આવે છે, તે અત્રે જણાવવાની જરૂર જણાતી નથી, કારણ કે આ અધ્યાત્મશાસ્ત્ર હોવાથી તેનો વિસ્તાર અહીં કરતા નથી, પરંતુ ન્યાયગ્રંથોમાં તેનું વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે. તેથી જિજ્ઞાસુઓએ શ્લોકવાર્તિક, પ્રમેયકમલમાર્તડ આદિ ન્યાયગ્રંથોથી તેનો વિસ્તાર જાણી લેવો. ૧૦૭ परु जाणंतु वि परम-मुणि पर-संसग्गु चयंति। पर-संगइँ परमप्पयहँ लक्खहँ जेण चलंति।।१०८।। परं जानन्तोऽपि परममुनयः परसंसर्गं त्यजन्ति। परसंगेन परमात्मनः लक्ष्यस्य येन चलन्ति।। १०८ ।। પરમ મુનિ પર જાણતા, છતાં તજે પરસંગ; લક્ષ ચૂકે પરમાત્માનો, જો પરસંગ-પ્રસંગ. ૧૦૮ પરમમુનિઓ સર્વોત્કૃષ્ટ આત્મદ્રવ્યને જાણીને પરદ્રવ્યના સંસર્ગને છોડી દે છે, કારણ કે પરવસ્તુઓના સંબંધથી આત્મા ચલાયમાન થાય છે. શુદ્ધોપયોગી મામુનિઓ વીતરાગ સ્વસંવેદના જ્ઞાનમાં લીન થઈને પદ્રવ્યનો સંબંધ છોડી દે છે. અંતરંગમાં રાગાદિવિકાર તથા બહારમાં શરીર આદિ પદાર્થો પરદ્રવ્ય કહેવાય છે. જ્ઞાનીઓ પર પદાર્થનો સંગ તજે છે, તેમ જ રાગીદ્વષી તથા મોહી જીવોનો પણ સંગ તજ છે. પરમાત્મધ્યાનનાં ઘાતક જે મિથ્યાત્વાદિ અશુદ્ધ પરિણામ છે તે તથા રાગદ્વેષરૂપે પરિણમેલા જે પુરુષો છે તેનો સંસર્ગ અવશ્ય તજવો જોઈએ. કારણકે પરસંગથી આત્મામાં વિકારપરિણતિ ઊભી થાય છે અને તેથી આત્માને અનંતકાળ સુધી સંસારમાં ભટકવું પડે છે. ૧૦૮ પદ્રવ્યના ત્યાગને જ કહે છે. जो समभावहँ बाहिरउ तिं सहु मं करि संगु। चिंता-सायरि पडहि पर अण्णु वि डज्झइ अंगु।। १०९ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #173 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૯ यः समभावाद् बाह्यः तेन सह मा कुरु संगम्। चिन्तासागरे पतसि परं अन्यदपि दह्यते अङ्गः।। १०९ ।। જે સમભાવથી બાહ્ય છે, કર તેનો નહિ સંગ; પડીશ ચિંતાસાગરે, વળી બળશે નિજ અંગ. ૧૦૯ હે જીવ, જે કોઈ સમભાવથી બાહ્ય છે તેની સાથે તે પરિચય ન કર, કારણ કે તેના સંગથી તું કેવળ ચિંતારૂપી સાગરમાં પડે છે અને વળી તારું શરીર પણ બળે છે અર્થાત તું અંતરંગમાં બળતો રહે છે. વિશુદ્ધ જ્ઞાનદર્શન સ્વભાવી નિજ શુદ્ધ સહજાત્મ દ્રવ્યની સમ્યક શ્રદ્ધા, જ્ઞાન અનુભવરૂપ આત્મરમણતા, શુદ્ધ આત્મભાવ જ્યાં છે ત્યાં જીવિત, મરણ, લાભ, અલાભ આદિ સર્વ પ્રત્યે સમભાવ વર્તે છે. આવી આત્માનંદયુક્ત સમદશા, વીતરાગ દશાને વિધ્વરૂપ જે જે અન્ય અંતરંગ બહિરંગ સંગ છે, તેને હે જીવ તું તજી દે. કારણકે તે સંગ-પ્રસંગથી તું ચિંતારૂપી સાગરમાં પડીશ, એ ચિંતા-સમુદ્રમાં રાગદ્વેષરૂપ મોટાં મોજાં નિરંતર ઉછળી રહ્યાં છે ત્યાં અંતરદાહરૂપ વડવાનલથી તારું અંગ બળવા માંડશે અને તે દુ:ખી દુ:ખી થઈ જઈશ. માટે આભરમણતા રૂપ સમતા સરોવરમાં નિમગ્ન નિજાનંદને નિરંતર માણવા ઇચ્છતો તું તેમાં વિનરૂપ સર્વ અન્યભાવો અને અન્ય સંગપ્રસંગોને ત્વરાથી ત્યાગી દે. વીતરાગ નિર્વિકલ્પ સમાધિની ભાવનાના વિરોધી એવા રાગાદિ પોતાનાં પરિણામ જ નિશ્ચયથી “પર' કહેવાય છે અને વ્યવહારથી મિથ્યાત્વ રાગાદિ ભાવમાં પરિણમેલા પુરુષો પર કહેવાય છે. ૧૦૯ भल्लाहँ वि णासंति गुण जहँ संसग्ग खलेहिं वइसाणरु लोहहँ मिलिउ तें पिट्टियउ घणेहिं।। ११०।। भद्राणामपि नश्यन्ति गुणाः येषां संसर्गः खलैः। वैश्वानरो लोहेन मिलितः तेन पिठ्यते घनैः।। ११०।। દર્જન સંગે વિણસતા, ગુણો ભદ્ર જનનાય; લોહલંગથી અગ્નિ જો, ઘણથી જેમ ટિપાય. ૧૧૦ દુષ્ટ પુરુષોની સાથે જેઓનો સંગ છે તે વિવેકી જીવોના પણ સત્ય, શીલાદિ ઉત્તમ ગુણો નાશ પામે છે. લોઢાના સંસર્ગથી જેમ અગ્નિ ઘણ વડે ટિપાય છે તેમ. મિથ્યાષ્ટિ, રાગદ્વેષી આદિ અવિવેકી જીવોની સંગતિથી વિવેકી જીવોના શીલાદિ ગુણો પણ નાશ પામે છે; અથવા આત્માના સ્વાભાવિક ગુણો મિથ્યાત્વ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #174 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬) રાગાદિ અશુદ્ધ ભાવોના સંબંધથી મલિન થઈ જાય છે. જેમ અગ્નિ લોખંડની સંગતિથી ઘણનો માર સહુન કરે છે તેમ જ દુષ્ટોની સંગતિથી સજ્જનોને પણ દુઃખો આવી પડે છે એમ જાણી નિદાન બંધાદિ ખોટાં પરિણામરૂપી દુષ્ટોની સંગતિ ન કરવી અર્થાત્ પોતાનાં પરિણામ ન બગાડવાં અને રાગી-દ્વેષી જીવોની સંગતિથી બચતા રહેવું, કારણ કે દુષ્ટ જીવોના સંગથી આત્મામાં કષાયભાવ થાય છે અને તેથી જીવ કર્મબંધ કરી આ અપાર સંસારવનમાં પરિભ્રમણ કરે છે. ૧૧૦ મોહ છોડવાને કહે છે जोइय मोह परिच्चयहि मोह ण भल्लउ होइ। मोहासत्तउ सयलु जगु दुक्खु सहंतउ जोइ।।१११।। योगिन् मोहं परित्यज, मोहो न भद्रो भवति। मोहासक्तं सकलं जगद् दुःखं सहमानं पश्य।। १११ ।। યોગિન ત્યજ તું મોહને, મોહ ભદ્રરૂપ નાંહિ; મોહાસક્ત બધું જગત, દુઃખ સહે જો આંહિ. ૧૧૧ હે યોગી, તું મોહને છોડી દે, કારણ કે મોહ કાંઈ સારો નથી, મોહથી આસક્ત આ સર્વ જીવલોકને અનેક જાતનાં દુઃખ ભોગવતા તું જા. આકુળતા તે દુ:ખ છે અને તેનું મૂળ મોહ છે, એટલે મોહને લીધે આકુળ-વ્યાકુળ પરિણામ થાય છે. આખું જગત મોહાધીન થઈને દુઃખી થઈ રહ્યું છે. એમ હે શિષ્ય, તું જો. પરમાત્મભાવનાના પ્રતિપક્ષી તે મોહ, દર્શનમોહ તથા ચારિત્રમોહના ભેદથી બે પ્રકારે છે, એ મોહુ આત્મભાવનામાં બાધક છે. બાહ્યમાં સ્ત્રી-પુત્રાદિનો મોહ અવશ્ય તજવાયોગ્ય જ છે તથા અત્યંતરમાં વાસનાના વશથી વસ્તુઓના સ્મરણારૂપ મોહ પણ ત્યાજ્ય છે. એમ મોહને તજીને આત્મામાં આત્મભાવના કરવી જોઈએ, એ શુદ્ધાત્મભાવના રૂપ તપશ્ચરણ છે; તે તપનું સાધન આ શરીર છે તેથી શરીરને અર્થે જે આહારાદિ લેવામાં આવે છે તે પ્રત્યે પણ મમતા ન કરવી. ૧૧૧ રસવાળા પદાર્થોની પણ ઇચ્છા ન કરવી काऊण णग्गरूवं बीभस्सं दड़ढ-मडय-सारिच्छं। अहिलससि किंण लज्जसि भिक्खाए भोयणं मिट्ठ ।। १११-२ कृत्वा नग्नरूपं बीभत्सं दग्धमृतकसदृशम्। अभिलषसि किं न लज्जसे भिक्षायां भोजनं मिष्टम्।। १११-२ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૧ ધરી ભયાનક નગ્ન રૂપ, દગ્ધ મૃતક સમ કાય; ભિક્ષામાં મિષ્ટાન્ન, તું, -ચહે ન કયમ લજ્જાય? ૧૧૧-૨ ભયાનક અને બળેલા મડદાની સમાન વસ્ત્રરહિત નગ્નસ્વરૂપ ધારણ કરીને પણ હે સાધુ, તું ભિક્ષામાં જે મધુર અથવા રસવાળા પદાર્થોની ઇચ્છા રાખે છે તેથી તને શું લજા નથી આવતી? ગૃહસ્થ મુનિને ભક્તિપૂર્વક ચાર પ્રકારનાં દાન આપવાં જોઈએ. આહારદાન આપવાથી ગૃહસ્થ એક પ્રકારે ચારેય દાન આપ્યાં એમ કહેવાય છે; કારણ કે આહાર કરવાથી શરીરમાં જે શક્તિ રહે છે તેથી મહાત્માઓ તપની, સંયમની, ધર્મની અને શુદ્ધ આત્મભાવનાની આરાધના કરી શકે છે. શ્રાવક જે આહાર આપે છે તેમાં મુનિએ મોહ ન કરવો જોઈએ. જે લૂખોસૂકો નિર્દોષ આહાર મળે તેમાં સંતોષ રાખી એક ધર્મની આરાધના જ કર્તવ્ય છે. પરંતુ કોઈ પણ સાધકે આહારમાં લુબ્ધ ન થવું જોઈએ. ૧૧૧-૨ जइ इच्छसि भो साहू बारह-विह तव-हलं महा-विउलं। तो मण-वयणे काए भोयण-गिद्धी विवज्जेसु।। १११-३ यदि इच्छसि भो साधो द्वादश-विधतपफलं महद्विपुलम्। ततः मनोवचनयोः काये भोजनगृद्धिं विवर्जयस्व।। १११–३ મુનિ, દ્વાદશ વિધ તપ તણું, ફળ ઇચ્છે અભિરામ; તો તજ મન વચ કાયથી, ભોજન-ગૃદ્ધિ તમામ. ૧૧૧-૩ હે સાધુ, જો તું બાર પ્રકારનાં તપનું મહાન ફળ સ્વર્ગ તથા મોક્ષને ઇચ્છે છે તો વીતરાગ નિજાનંદ એક સુખરસનો આસ્વાદ વડે તૃત થઈને મન, વચન, કાયાથી ભોજનની લોલુપતાનો ત્યાગ કર. ૧૧૧-૩ जे सरसिं संतुट्ठ-मण विरसि कसाउ वहति। ते मुणि भोयण-धार गणि णवि परमत्थु मुणंति।।१११-४ ये सरसेन संतृष्टमनसः विरसे कषायं वहन्ति। ते मुनयः भोजनगृध्राः गणय नैव परमार्थं मन्यन्ते।। १११-४ સરસ ભોજન તુષ્ટ મન, વિરસે કરે કષાય; જાણે નહિ પરમાર્થ તે, ભોજન-ગૃહ ગણાય. ૧૧૧-૪ જે યોગી સ્વાદિષ્ટ આહારથી આનંદ પામે છે અને નીરસ આહારમાં ક્રોધાદિ કષાય કરે છે તે મુનિ ભોજનમાં આસક્ત થવાથી વૃદ્ધ પક્ષીની સમાન લોલુપી છે, પરંતુ તપોધન નથી એમ તું જાણ, તેવા મુનિઓ પરમાર્થને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #176 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૬૨ જાણતા નથી. નિરંતર વિષય-કષાયને આધીન હોવાથી આતરૌદ્ર ધ્યાનમાં રક્ત એવા ગૃહસ્થોને નિશ્ચયરત્નત્રય લક્ષણવાળા શુદ્ધોપયોગરૂપ ધર્મનો અવકાશ નથી મળતો તેથી તેઓને આહારાદિ દાનોથી ૫૨મ ધર્મ થાય છે. સમ્યક્ત્વપૂર્વક દાન આપવાથી પરંપરાએ જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આત્મધર્મના સાધક મુનિઓએ આહાર સંબંધી સાચા-ખોટા વિકલ્પો તજી નિર્દોષ આહા૨ પામી તેમાં રાગ-દ્વેષ કર્યા સિવાય ઉપભોગ કરવાથી નિર્જરા થાય છે; અન્યથા ભોજન સંબંધી ઇષ્ટ–અનિષ્ટ કર્મ બંધાય છે. મુનિ-લાભ-અલાભમાં માનઅપમાનમાં, સમતાભાવે યથાલાભથી આનંદમાં રહે પણ ઘી, દુધ, દહીં, મિષ્ટાન્ન આદિ ઇચ્છા ન કરે, જિનમાર્ગમાં મુનિઓની એ જ રીતિ છે. ૧૧૧–૪ रूवि पयंगा सद्दि मय गय फासहि णासंति । अलि-उल गंधइँ मच्छ रसि किम अणुराउ करंति ।। ११२ ।। रूपे पतङ्गाः शब्दे मृगाः गजाः स्पर्शैः नश्यन्ति । अलिकुलानि गन्धेन मत्स्याः रसे किम् अनुरागं कुर्वन्ति।। ११२।। રૂપે ફુદાં, મૃગ શબ્દથી, સ્પર્શે ગજ મરી જાય; મત્સ્યે રસે, અલિગંધથી, રતિ વિષયે કયમ થાય ? ૧૧૨ રૂપમાં લીન થઈને પતંગિયું દીવામાં પડીને મરણ પામે છે. શબ્દને લીધે સંગીતમાં લુબ્ધ હરણો પારઘી વડે હણાય છે, હાથી સ્પર્શઇન્દ્રિયને આધીન થઈ બંધનનાં દુ:ખ ભોગવે છે, સુગંધની આસક્તિમાં લીન થઈ ભમરા કમળમાં બિડાઈ જઈ પ્રાણ છોડે છે અને રસમાં પ્રેમ રાખીને માછલાંઓ માછીમારના હાથે મરાય છે, એમ એક એક ઇન્દ્રિયની આસક્તિને લીધે જીવો પોતાના પ્રાણ ગુમાવે છે. તો જે જીવો પાંચે ઇન્દ્રિયોના વિષયમાં લુબ્ધ છે તેની શી ગતિ થશે એમ વિચારવાથી સહજમાં સમજાય એમ છે. આ પ્રમાણે વિચાર કરીને શું વિવેકી જીવો વિષયોમાં કદી રાગ ક૨શે ? અર્થાત્ નહિ જ કરે. શુદ્ધ સહજાત્મસ્વરૂપ પરમાત્મભાવનાથી રહિત પ્રાણીઓ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત થઈ ભવભવમાં નાશ પામ્યા કરે છે. આવું જાણીને બુદ્ધિમાન મનુષ્યો વિષયોથી વિરક્ત થઈ આત્મ-સાધનમાં તત્પર થાય છે અને મોક્ષ પામે છે. ૧૧૨ લોભ કષાયના દોષ કહે છે जोइय लोहु परिच्चयहि लोहु ण भल्लउ होइ । लोहासत्तउ सयलु जगु दुक्खु सहंतउ जोइ ।। ११३ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #177 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૬૩ योगिन् लोभं परित्यज लोभो न भद्रः भवति । लोभासक्तं सकलं जगद् दुःखं सहमानं पश्य ।। ९९३ । । યોગિન્! તજ તું લોભને, લોભ ભદ્ર નહિ માન; લોભાસક્ત જગત સકલ, દેખ સહે દુ:ખખાણ. ૧૧૩ હું યોગી, તું લોભને તજી દે. લોભ જરાય સારો નથી, કારણકે લોભમાં લીન થયેલું આખું જગત દુ:ખ સહન કરી રહ્યું છે એમ તું જો. લોભ કષાયથી રહિત જે પરમાત્મસ્વભાવ તેથી વિપરીત પ૨વસ્તુની વાંછાથી લોભવશ જીવો ભવોભવ સંસારના દુ:ખદરિયામાં ડુબ્યા કરે છે માટે લોભને તજી દઈ શુદ્ધ સહજાત્મસ્વરૂપમય ૫રમાત્મભાવનામાં મગ્ન થઈ પરમ સંતોષરૂપ અમૃતનું તું પાન કર. ૧૧૩ तलि अहिरणि वरि घण-वडणु संडस्सय- लुंचोडु । लोहहँ लग्गिवि हुयवहहँ पिक्खु पडंतउ तोडु ।। ११४ ।। तले अधिकरणं उपरि घनपातनं संदशकलुंचनम्। लोहं लगित्वा हुतवहस्य पश्य पतन्तं त्रोटनम्।। ११४।। લોહસંગથી અગ્નિ તો, એ૨ણ ૫૨ ટિપાય; તાણે ખેંચે ઘણ પડે, તૂટી ખંડ થઈ જાય. ૧૧૪ તપેલા લોટામાંનો અગ્નિ નીચે રહેલી એરણ ઉપર ઘણનો માર અને સાણસાથી ખેંચાવા, ટિપાવા તથા તોડાવારૂપ અનેક કષ્ટ સહન કરે છે એમ તું જો. જેમ અગ્નિ લોઢાના સંબંધને લીધે ઘણના મારાદિ અનેક દુઃખ ભોગવે છે તેમ આ જીવ પણ લોભના કારણે ૫૨માત્મતત્ત્વને ભૂલી નકાદિ ગતિઓમાં અનેક પ્રકારનાં કષ્ટ ભોગવે છે. અજ્ઞાનીઓ લોકમાં અગ્નિને પૂજ્ય ગણે છે છતાં તે અગ્નિને પણ લોહના સંબંધને લીધે માર ખમવો પડે તો પછી અન્ય જીવોની તો શી વાત કરવી? અર્થાત્ લોભ સર્વથા ત્યાગવા યોગ્ય છે. ૧૧૪ સ્નેહ ત્યાગને કહે છે जोइय णेहु परिच्चयहि णेहु ण भल्लउ होइ। हासत्तउ सयलु जगु दुक्खु सहंतउ जोइ ।। ११५ ।। योगिन् स्नेहं परित्यज स्नेहो न भद्रो भवति । स्नेहासक्तं सकलं जगत् दुःखं सहमानं पश्य ।। ११५ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #178 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪ યોગિન, તજ તું સ્નેહને, સ્નેહ ભલો નહિ થાય; સ્નેહાસક્ત સકલ જગત, દેખ સહે દુ:ખલાય. ૧૧૫ હે યોગી તું સ્નેહને તજી દે, કારણ સ્નેહ સારો નથી, સ્નેહમાં આસક્ત થયેલું આખું જગત દુઃખને સહન કરે છે એમ તું જો. રાગાદિ સ્નેહના પ્રતિપક્ષભૂત એવા વીતરાગ પરમાત્માના ધ્યાનમાં લીન થઈને શુદ્ધાત્મતત્ત્વથી વિપરીત જે સ્નેહ છે તેને હું યોગી તું ત્યજી દે. શુદ્ધાત્માની ભાવનાથી રહિત સ્નેહમાં આસક્ત આ જગતને અનેક પ્રકારનાં કષ્ટ સહન કરતાં તું પ્રત્યક્ષપણે જે, માટે એક ભેદ–અભેદ રત્નત્રયાત્મક મોક્ષમાર્ગ સિવાય મિથ્યાત્વાદિમાં તથા તેનાં કારણોમાં સ્નેહ કર્તવ્ય નથી. કહ્યું છે કે तावदेव सुखी जीवो यावन्न स्निह्यते क्वचित्। स्नेहानुविद्धहृदयं दुःखमेव पदे पदे।। જીવ ત્યાં સુધી સુખી છે કે જ્યાં સુધી તે કોઈ પણ પદાર્થ પ્રત્યે પ્રીતિ કરતો નથી, પણ જ્યાં હૃદય સ્નયુક્ત થયું કે તરત જ જીવ ડગલે ને પગલે દુઃખ પામે છે. ૧૧૫ સ્નેહના દોષને દષ્ટાંત આપીને બતાવે છે. जल-सिंचणु पय-णिद्दलणु पुणु पुणु पीलण-दुक्खु। जेहहँ लग्गिवि तिल-णियरु जंति सहंतउ पिक्खु ।।११६ ।। जलसिञ्चनं पादनिर्दलनं पुनः पुनः पीडनदुःखम्। स्नेहं लगित्वा तिलनिकरं यन्त्रेण सहमानं पश्य।। ११६ ।। જલ સિંચે પગથી ખૂદે, ફરી ફરી જો પિલાય; સ્નેહ- સ્નિગ્ધ તલ ઘાણીમાં, યંત્રે દુઃખી થાય. ૧૧૬ તલના સમૂહમાં સ્નેહ-સ્નિગ્ધતા, ચીકાશ ગુણ છે તેને લીધે તેને જળ-સિંચન, પાદ-નિર્મલન તથા યંત્ર-પીડનાદિ દુઃખ ફરી ફરી સહન કરવા પડે છે એમ તું જો. જેમ સ્નેહ (ચીકાશ)ને લીધે તલ ઘાણીમાં પીલવામાં આવે છે, તેમ જે જીવો પંચેન્દ્રિયના વિષયોમાં સ્નેહ આસક્ત છે, મોહિત છે, તે નાશ પામે છે. એમાં કોઈ પ્રકારની શંકા નથી. મિથ્યામાર્ગની રુચિવાળા જીવો પંચેન્દ્રિયના ભોગોમાં સ્નેહ રાખીને નરકાદિ ગતિઓમાં યંત્ર-પીડન, વિદારણ આદિ અનેક કષ્ટ પામે છે. ૧૧૬ ते चिय धण्णा ते चिय सप्पुरिसा ते जियंतु जिय-लोए। वोद्दह दहम्मि पडिया तरंति जे चेव लीलाए।।११७।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #179 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૫. ते चैव धन्याः ते चैव सत्पुरुषाः ते जीवन्तु जीवलोके। यौवन-द्रहे पतिताः तरन्ति ये चैव लीलया।। ११७ ।। તે જ ધન્ય તે સત્પરુષ ચિર જીવો જગમાંય; જે યૌવન-દ્રહમાં પડયા સહેજે તે તરી જાય. ૧૧૭ જે પુરુષો યુવાવસ્થારૂપી દ્રહમાં (સરોવરમાં) પડેલા છતાં ડૂબતા નથી પણ લીલા માત્રમાં તેને તરી જાય છે, તેઓને ધન્ય છે, તેઓ સત્પરુષ છે તથા તેઓ જ આ લોકમાં ચિરકાલ જીવંત રહો, જયવંત વર્તો. વિષયોની આકાંક્ષારૂપ સ્નેહ-જળના પ્રવેશથી રહિત, સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી અમૂલ્ય રત્નોથી પૂર્ણ એવી નિજ શુદ્ધાત્મભાવનારૂપ નાવ વડ જેઓ યુવાવસ્થા રૂપી સરોવરને તરી જાય છે તેઓને ધન્ય છે, તેઓ જ સપુરુષ છે. ૧૧૭ मोक्ख जि साहिउ जिणवरहिं छंडिवि बहु-विह रज्जु। भिक्ख-भरोडा जीव तुहुँ करहि ण अप्पउ कज्जु।। ११८ ।। मोक्षः एव साधितः जिनवरैः त्यक्त्वा बहुविधं राज्यम्। भिक्षाभोजन जीव त्वं करोषि न आत्मीयं कार्यम् ।। ११८ ।। મોક્ષ જ સાધ્યો જિનવરે, તજીને બહુવિધ રાજ; ભિક્ષા-ભોગી જીવ તું, કરે ન કયમ નિજ કાજ ? ૧૧૮ અનેક પ્રકારના રાજ્ય-વૈભવને છોડીને જિનવરોએ મોક્ષની સાધના કરી છે. હું જીવ, તું તો ભિક્ષાથી ભોજન કરનાર એવો છતાં પોતાનું કાર્ય કેમ કરતો નથી? અર્થાત્ રત્નત્રયને યથાર્થપણે પ્રાપ્ત કરીને બાહ્ય અને અત્યંતર પરિગ્રહને તજી દઈ વીતરાગ પરમ સમાધિમાં સ્થિત થઈ સર્વ પ્રકારે સ્વશ્રયરૂપ આત્મકાર્ય સાધવા તત્પર થવું યોગ્ય છે. ૧૧૮ ભગવાનની સમાન કર્મક્ષય કરી મોક્ષે ચાલ્યો જા. એમ શિષ્યને આચાર્ય મહારાજ સંબોધે છે. पावहि दुक्खु महंतु तुहुँ जिय संसारि भमंतु। अट्ठ वि कम्मइँ णिद्दलिवि वच्चहि मुक्खु महंतु।। ११९ ।। प्राप्नोषि दुःखं महत् त्वं जीव संसारे भ्रमन्। अष्टापि कर्मणि निर्दल्य व्रज मोक्षं महान्तम्।। ११९ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #180 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૬ હે જીવ, ભમતાં ભવ વિષે દુઃખ સહે તું મહાન; આઠ કર્મો ક્ષય કરી, શીધ્ર પામ નિર્વાણ. ૧૧૯ હે જીવ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ અને ભાવ રૂપ પાંચ પ્રકારના પરાવર્તનસ્વરૂપ સંસારમાં ભ્રમણ કરતા આગામી કાલમાં તું અપાર દુઃખ પામીશ, તેથી જ્ઞાનાવરણાદિ આઠ કર્મોનો વિધ્વંસ કરીને સર્વમાં શ્રેષ્ઠ એવો જે મોક્ષ ત્યાં જઈ વિરાજમાન થા કે જેથી જરા પણ દુઃખ સહન કરવાનું રહે નહિ. શુદ્ધ સહજાત્માની પ્રાપ્તિના બળથી રાગાદિ દોષોનો નાશ કરીને તું મોક્ષપદ પ્રાપ્ત કરી લે, નહિ તો પાંચ પરાવર્તનરૂપ સંસારમાં ભમી ભમીને અનંત કાળ સુધી અપાર દુઃખ પામીશ. સ્વાસ્મોપલબ્ધિરૂપ નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ લક્ષણવાળો મોક્ષ છે, અર્થાત્ શુદ્ધાત્માની પ્રાપ્તિને મોક્ષ કહે છે. તે અવસ્થામાં આત્માના સર્વે ગુણો સંપૂર્ણપણે-પ્રગટપણે પ્રકાશે છે. ૧૧૯ જો તું અલ્પ પણ દુઃખ સહન કરવામાં અસમર્થ છે તો પછી એવાં કર્મ શા માટે કરે છે કે જેથી દુ:ખ જ ઉદયમાં આવે છે. जिय अणु-मित्तु वि दुक्खडा सहण ण सक्कहि जोइ। चउ गइ-दुक्खहँ कारणइँ कम्मइँ कुणहि किं तोइ।। १२०।। जीव अणुमात्राण्यपि दुःखानि सोढुं न शक्नोषि पश्य। चतुर्गतिदुःखानां कारणानि कर्माणि करोषि किं तथापि।। १२० ।। અણુમાત્ર પણ દુઃખ તું, જો, સહવા ન સમર્થ; હેતુ ચતુર્ગતિ-દુ:ખનાં, કર્મ કરે કયમ વ્યર્થ? ૧૨૦ હે આત્મા, તું અણુમાત્ર (થોડું) પણ દુઃખ સહન કરવાનો સમર્થ નથી તો પછી જો તો ખરો કે ચાર ગતિનાં દુઃખનાં કારણરૂપ એવાં કર્મોને શા માટે કરે છે? આત્મા, જો તને દુઃખ ગમતું નથી તો પછી પરમાત્માની ભાવનાથી ઉત્પન્ન જે તાત્ત્વિક (યથાર્થ) વીતરાગ નિત્યાનંદ પરમ સ્વભાવ તેથી ભિન્ન એવાં નરકાદિ ગતિનાં દુઃખનાં કારણભૂત કર્મો (પાપ કર્મો) તું વિચાર કર્યા વગર શા માટે કર્યા કરે છે? અર્થાત્ જ્યારે તને દુ:ખ ગમતાં નથી તો દુ:ખનાં કારણરૂપ એવા કર્મો શા માટે આચરે છે? એ કર્મનો નાશ થવાથી દુ:ખનો નાશ થાય છે. માટે રાગાદિ વિકલ્પજાળથી રહિત થઈને નિજ શુદ્ધ સહજાત્માની ભાવના કરવી કે જેથી કર્મમુક્ત થઈ અવિનાશી સુખની પ્રાપ્તિ થાય. ૧૨૦ બાહ્ય પરિગ્રહમાં આસક્ત થયેલા જીવો એક ક્ષણ પણ આત્મા સંબંધી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૭ વિચાર કરતા નથી. धंधइ पडियउ सयलु जगु कम्मइँ करइ अयाणु। मोक्खहँ कारणु एक्कु खणु णवि चिंतइ अप्पाणु।। १२१।। धान्धे (?) पतितं सकलं जगत् कर्माणि करोति अज्ञानि। मोक्षस्य कारणं एक क्षणं नैव चिन्तयति आत्मानम्।। १२१ ।। કર્મ કરે જગ અજ્ઞ સહુ, પડયું ધાંધલમાં છેક; મોક્ષ હેતુ નિજ આતમા, ને ચિંતવે ક્ષણ એક. ૧૨૧ અનેક જાતના ધંધામાં આસક્ત થયેલું આ જગત, અજ્ઞાની થઈને જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનાં કર્મો કર્યા કરે છે, પણ મોક્ષનું કારણ એવો જે શુદ્ધસહજાત્મા તેનો એક ક્ષણ પણ કોઈ વિચાર કે ચિંતવન કરતું નથી. - સમસ્ત વિશ્વ મિથ્યાત્વ, વિષય, કષાયના નિમિત્તથી ઉત્પન્ન થયેલ આર્ત તથા રૌદ્ર ધ્યાનમાં આસક્ત થઈ રહ્યું છે. શુદ્ધાત્માની ભાવનાથી વિમુખ હોવાને લીધે સૌ મૂઢ પ્રાણીઓ અનેક જાતનાં કર્મો કર્યા જ કરે છે, પરંતુ ભેદ-જ્ઞાન રહિત એવા એ સૌ અનંતજ્ઞાન આદિ સ્વરૂપ મોક્ષના કારણરૂપ એવા વીતરાગ પરમાનંદ રસાસ્વાદમાં નિમગ્ન નિજ શુદ્ધાત્માનો એક ક્ષણ પણ વિચાર કરી શકતા નથી. ૧૨૧ जोणि-लक्खइं परिभमइ अप्पा दुक्खु सहंतु। पुत्त-कलत्तहिं मोहियउ जाव ण णाणु महंतु।।१२२ ।। योनिलक्षाणि परिभ्रमति आत्मा दुःखं सहमानः। पुत्रकलत्रैः मोहितः यावन्न ज्ञानं महत्।। १२२।। ભમતો લખ ચોરાશીમાં, આત્મા દુઃખ સહંત; પુત્ર કલત્રે મોહિયે, જ્ઞાન વિના નહિ અંત. ૧૨૨ જ્યાં સુધી આ જીવને સ્વસંવેદનરૂપ ઉત્તમ આત્મજ્ઞાન પ્રગટ થતું નથી ત્યાં સુધી તે સ્ત્રી-પુત્રાદિમાં મોહ પામીને અનેક કષ્ટોને સહન કરતો ચોરાશી લાખ યોનિમાં પરિભ્રમણ કર્યા કરે છે. શુદ્ધ સહજ આત્માની ભાવનામાં વિધ્ર કરનારા એવા પુત્ર, મિત્ર, સ્ત્રી, આદિ પદાર્થોમાં જ્યાં સુધી આત્માનો મોહ છે; મારાપણાની ભાવના છે, ત્યાં સુધી તેને ચોરાશી લાખ યોનિઓમાં પરિભ્રમણ કરવું પડે છે માટે પરપદાર્થોની મમતા તજીને એક શુદ્ધ આત્મજ્ઞાનની ભાવના કરવી જોઈએ. પુત્રકલત્રાદિ ભાવના પરમાત્મભાવનાથી વિરુદ્ધ છે, આત્મભાવનામાં વિધ્ર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #182 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૬૮ કરનાર શત્રુરૂપ છે અને સંસારનું કારણ છે. વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન ભાવના જ આત્મસાધક હોવાથી સર્વોત્કૃષ્ટ છે. માટે આત્મભાવના જ નિરંતર ભાવવા યોગ્ય છે. ૧૨૨ जीव म जाणहि अप्पणउँ घरु परियणु तणु इट्ठ। कम्मायत्तउ कारिमउ आगमि जोइहिं दिट्टु । । १२३ ।। जीव मा जानीहि आत्मीयं गृहं परिजनं तनुः इष्टम् । कर्मायत्तं कृत्रिमं आगमे योगिभिः રૃટમ્।।oરર્।। ઘર પરિજન તન ઇષ્ટ સૌ, જીવ, સ્વકીય ન માન; કૃત્રિમ કર્માધીન એ, કહ્યાં આગમે જાણ. ૧૨૩ હૈ જીવ, તું ગૃહ, પરિવાર, શરીર તથા મિત્ર આદિને પોતાનાં ન માન, કારણ કે બધા સંબંધો કર્માધીન તથા વિનાશી છે એમ આગમ(શાસ્ત્ર )માં યોગીઓએ જોયેલું છે. ગૃહ આદિ પદાર્થો શુદ્ધ ચેતન સ્વભાવવાળા, અમૂર્તિક પોતાના આત્માથી ભિન્ન એવા શુભ-અશુભ કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થાય છે. તેથી એ જગતના પદાર્થોની પ્રાપ્તિ કર્યાધીન છે, વળી એ પદાર્થો વિનાશી હોવાથી પોતાના શુદ્ધ આત્મદ્રવ્યથી તે વિપરીત છે. શુદ્ધાત્મદ્રવ્યનો કોઈ કર્તા નથી માટે તે પોતાનો આત્મા અકૃત્રિમ છે, અનાદિસિદ્ધ છે તથા ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવવાળો છે. અને દેહાદિ પદાર્થો પોતાના આત્માથી જુદા છે, એમ ૫૨માગમમાં યોગીઓએ જોયેલું છે, માટે સર્વ પદાર્થોને અનિત્ય જાણીને નિત્ય એવા સ્વશુદ્ધ આત્મસ્વભાવમાં સ્થિત થઈને ગૃહાદિ પરદ્રવ્યમાં મમતા તજી દેવા યોગ્ય છે. ૧૨૩ मुक्खु ण पावहि जीव तुहुँ घरु परियणु चिंतंतु । तो वरि चिंतहि तउ जि तउ पावहि मोक्खु महंतु ।। १२४ ।। मोक्षं न प्राप्नोषि जीव त्वं गृहं परिजनं चिन्तयन् । તત: વર ચિન્તય તપ: વ તપ: પ્રાપ્નોષિ મોક્ષ મહાન્તમ્।। ૧૨૪।। ગૃહ પરિજન ચિંતન કર્યો, મોક્ષ કદી નહિ થાય; ચિંતવ ૧૨ તપ જેથી એ મુક્તિ શ્રેષ્ઠ પમાય. ૧૨૪ હૈ જીવ, તું ગૃહ, પરિવાર આદિની ચિંતા કરવાથી તો કદી મોક્ષ પામવાનો નથી, માટે એક ઉત્તમ તપનું જ ચિંતવન કર, કે જે તપ વડે તું ઉત્તમ મોક્ષ પામીશ. ગૃહાદિ ૫૨વસ્તુઓની ચિંતાથી તો મોક્ષ મળતો નથી. અરે! મોક્ષ તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #183 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૯ શું પણ મોક્ષનો માર્ગ પણ મળતો નથી. તે ચિંતાથી તો આત્માને માત્ર અશુભ કર્મ બંધાય છે, અને તેથી ભવભ્રમણ થયા કરે છે, માટે તપનો આશ્રય કર કે જેથી તેને મોક્ષસુખની પ્રાપ્તિ થાય. સર્વ પરદ્રવ્યની ઇચ્છાને રોકી વીતરાગ પરમાનંદરૂપ પરમાત્મામાં સ્થિર થઈ પરિવારાદિની મમતા તજી એક કેવલ શુદ્ધ આત્મસ્વરૂપની ભાવના કર્તવ્ય છે. એ આત્મ-ભાવના સિવાય અન્ય કંઈ પણ ઉપાદેય નથી. ૧૨૪ જીવહિંસાના દોષ કહે છે. मारिवि जीवहँ लक्खडा जं जिय पाउ करीसि। पुत्त-कलत्तहँ कारण तं तुहुँ एक्कु सहीसि।।१२५ ।। मारयित्वा जीवानां लक्षाणि यत् जीव पापं करिष्यसि। पुत्रकलत्राणां कारणेन तत् त्वं एकः सहिष्यसे।। १२५ ।। લાખો જીવને મારીને, જીવ, જે પાપ કરીશ; સ્ત્રી પુત્રાદિ કારણે, એકલ તે તું સહીશ. ૧૨૫ લાખો પ્રાણીઓને મારીને જીવ સ્ત્રી-પુત્રાદિને કારણે તું જે પાપ કરે છે તેનું ફળ તું નરકાદિ ગતિમાં એકલો ભોગવીશ. નિશ્ચયથી રાગાદિના અભાવને અહિંસા કહે છે. આ અહિંસા શુદ્ધ ચૈતન્યપ્રાણને રક્ષનારી છે. રાગાદિની ઉત્પત્તિ નિશ્ચય હિંસા છે, કારણ કે તેથી શુદ્ધ પ્રાણો (જ્ઞાન-દર્શનાદિ) નો ઘાત થાય છે, એમ જાણી રાગાદિ પરિણામરૂપ નિશ્ચય હિંસા ત્યાજ્ય છે. નિશ્ચય હિંસા-અહિંસાનું સ્વરૂપ આ પ્રમાણે છે रागादीणमणुप्पा अहिंसगत्तेति देसिदं समए। तेसिं चेवुप्पत्ती हिंसेति जिणेहिं णिद्दिटुं।। રાગાદિ ભાવોના અભાવને આગમમાં અહિંસા કહી છે અને એ રાગાદિ પરિણામોની ઉત્પત્તિ થવી તે નિશ્ચય હિંસા છે એમ ભગવાને કહ્યું છે. હે જીવ, તું પુત્રાદિ પરિવારને માટે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય તથા કુશીલ આદિ અનેક પ્રકારનાં પાપો આચરે છે, અને અંતરંગમાં રાગાદિ રહિત એવા જ્ઞાનાદિ શુદ્ધ ચૈતન્યપ્રાણોનો ઘાત કરે છે. એમ પોતાના જ્ઞાન દર્શનાદિ ભાવપ્રાણોને રાગાદિ વડે મલિન કરે છે અને બાહ્યમાં અનેક પ્રાણીઓની હિંસા કરીને અશુભ કર્મ ઉપાર્જન કરે છે. આ બધાનું ફળ નરકાદિ ગતિઓમાં તારે એકલાને ભોગવવું પડશે. એ પરિજનો તારા દુ:ખમાં ભાગ પડાવશે નહિ. તારે એકલાને જ એ દુ:ખ સહન કરવું પડશે. ભગવાન વીતરાગના શાસનમાં હિંસા બે પ્રકારની કર્યું છે. એક આત્મઘાતરૂપ, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #184 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭) બીજી પરઘાતરૂપ. મિથ્યાત્વ રાગાદિના નિમિત્તથી જોયેલ, સાંભળેલ, અનુભવેલ ભોગોની અભિલાષારૂપ જે તીક્ષ્ણ શસ્ત્ર તેથી પોતાના જ્ઞાનાદિ પ્રાણોની હિંસા કરવી તે નિશ્ચય હિંસા છે. એ રાગાદિ વિભાવ પરિણામોથી જ્ઞાનાદિ આત્મભાવ હણાય છે. આ નિશ્ચય હિંસા જ આત્મઘાત છે. પ્રમાદયુક્ત યોગથી અવિવેકી થઈને એકેન્દ્રિયાદિ જીવોની હિંસા કરવી તે પરઘાતરૂપ હિંસા છે. જ્યારે આત્મા અન્ય પ્રાણીઓને મારી નાખવાનો વિચાર કરે છે ત્યારે આત્મપરિણામમાં કષાય પ્રગટે છે. તે કષાયથી આત્મા મલિન થાય છે. અને એ ભાવોની કલુષતા જ નિશ્ચય હિંસા છે. તેથી પરઘાતરૂપ હિંસા આત્મઘાતનું કારણ બને છે એમ હિંસક આત્મા પરનો ઘાત કરીને પોતાનો જ ઘાત કરે છે. તેથી સ્વદયા તથા પરદયાનું સ્વરૂપ સમજીને સર્વથા હિંસા તજવી. હિંસા જેવું કોઈ પાપ નથી. રાગાદિનો અભાવ તે સ્વદયા અને પ્રમાદરહિત વિવેકરૂપ કરુણાભાવ તે પરદયા છે. આ સ્વદયા તથા પરદયા ધર્મનું મૂળ કારણ છે. પાપી પ્રાણીઓના પરિણામોમાં પવિત્રતા હોતી નથી. પરપ્રાણીનો ઘાત થવો તો તેના આયુષ્યને અનુસાર છે. પણ આત્મા કોઈને મારી નાખવાનો જ્યાં વિચાર કરે છે ત્યાં જ તે વિચાર વિકૃતિને લીધે તત્કાલ આત્મઘાતી થાય છે. ૧૨૫ मारिवि चूरिवि जावडा जं तुहुँ दुक्खु करीसि। तं तह पासि अणंत-गुणु अवसइँ जीव लहीसि।।१२६ ।। मारयित्वा चूर्णयित्वा जीवान् यत् त्वं दुःखं करिष्यसि। तत्तदपेक्षया अनंतगुणं अवश्यमेव जीव लभसे।। १२६ । । મારી ચૂરી જીવને, જે તું દુઃખ દઈશ; તેથી અનંત ઘણું નકી, ફળ તું જીવ, લઈશ. ૧૨૬ હું જીવ, તું જીવોને મારીને, કચરીને જે દુઃખી કરે છે તેથી અનંતગણું દુ:ખ તું અવશ્ય પામીશ. - મિથ્યાત્વ રાગાદિ ભાવમાં પરિણમે ત્યાં આ જીવ પ્રથમ પોતે પોતાનો ઘાત કરે છે, પણ બીજા જીવોની હિંસાનો તો કોઈ નિયમ નથી. અર્થાત્ બીજા જીવોનો ઘાત થાય કે ન પણ થાય. અશુદ્ધ પરિણતિથી આત્માનો શુદ્ધ ભાવ હણાય છે તે હિંસા છે, તે આત્મઘાત છે. જ્યારે આ જીવ બીજાને મારવાનો અભિપ્રાય કરે છે ત્યારે અશુદ્ધ પરિણતિને લીધે પ્રથમ પોતાનો જ ઘાત કરે છે અને પરનો વિનાશ પછી થાય છે. જેમ બીજાના ઘાત માટે તેના તરફ ફેંકવા માટે ઉષ્ણ લોખંડના ગોળાને પકડવા જતાં પ્રથમ તો પોતાનો હાથ દાઝે છે તેમ અન્ય પ્રાણીઓની હિંસા કરવાથી તે હિંસાના ભાવ થતાં જ પ્રથમ પોતાની હિંસા થાય છે. કહ્યું છે કે - Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #185 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૧ स्वयमेवात्मनात्मानं हिनस्त्यात्मा कषायवान्। पूर्व प्राण्यंतराणां तु पश्चात्स्याद्वा न वा वधः।। કષાયવાન આત્મા પોતે પોતાનો પોતા વડે પ્રથમ વિનાશ કરે છે. પછી અન્ય પ્રાણીઓનો તો નાશ થાય અથવા ન પણ થાય. માટે હે જીવ બીજાને મારવા ચૂરવારૂપ હિંસાથી કે પોતાના આત્માને વિભાવથી હુણવારૂપ ભાવહિંસાથી હવે તો થાક અને સ્વશુદ્ધ સહજાત્માની અનુભૂતિરૂપ પરમાનંદ દશા પ્રાપ્ત કરવા તત્પર થા. નહિ તો દ્રવ્ય-હિંસાથી પરજીવોને તું જે જે દુઃખ દઈશ તેથી અનંતગણું દુઃખ તારે પોતાને આ ભવ-પરભવમાં ભોગવવું પડશે. ૧૨ जीव वहंतहँ णस्य-गइ अभय-पदाणे सग्गु। बे पह जवला दरिसिया जहिं रुच्चइ तहिं लग्गु।।१२७।। जीवं घ्नतां नरकगतिः अभयप्रदानेन स्वर्गः। द्वौ पन्थानौ समीपौ दर्शितौ यत्र रोचते तत्र लग।। १२७ ।। નરક ગતિ જીવ મારતાં, અભયદાનથી દેવ; દર્શાવ્યા બે માર્ગ આ, હવે રુચે તે સેવ. ૧૨૭ જીવોને મારવાથી એટલે વધ કરવાથી નરકગતિ થાય છે અને તેમની રક્ષા કરવાથી એટલે અભયદાનથી સ્વર્ગ મળે છે. આ બન્ને માર્ગ તમારી સમીપ બતાવ્યા છે. હવે જેમાં તમારી રુચિ હોય તેમાં ઝુકાવો, પ્રવર્તે. નિશ્ચયનયથી મિથ્યા રાગાદિ પરિણામરૂપ સ્વાઘાત અને વ્યવહારનયથી પરજીવોના દશ પ્રાણોને ઘાતવારૂપ હિંસાથી જીવ દુર્ગતિમાં નરકમાં જાય છે. અર્થાત્ હિંસા કરનાર દુર્ગતિમાં જાય છે અને પરજીવોની રક્ષા રૂપ અભયદાનથી જીવ સ્વર્ગ પામે છે. વળી સ્વભાવમાં રહેવારૂપ સ્વરક્ષાથી કોઈ કોઈ જીવ શુદ્ધોપયોગના પ્રતાપથી મોક્ષ પણ પામે છે. માટે આ બેમાંથી જે રુચે તે કરો. આવું કથન સાંભળી કોઈ અજ્ઞાની જીવ તર્ક કરે છે કે પ્રાણો જીવથી જુદા છે કે નહિ? જો પ્રાણો જીવથી જુદા ન હોય તો જેમ જીવ અવિનાશી છે તેમ પ્રાણ પણ અવિનાશી ગણાશે. તેથી જીવની સમાન પ્રાણોનો પણ નાશ નહિ થાય અને તેમ થવાથી હિંસા બની શકે નહિ. અથવા જો જીવથી પ્રાણ જુદા છે અર્થાત્ સર્વથા ભિન્ન જ છે તો પ્રાણઘાતથી જીવની હિંસા થઈ શકે નહિ. તેથી એમ માનવાથી હિંસા સિદ્ધ થતી નથી. તો પછી જીવહિંસામાં પાપ કયાંથી થાય? તેનું સમાધાન-ઇન્દ્રિય આદિ દશ પ્રાણ કોઈ રીતે કોઈ દષ્ટિબિંદુથી જીવથી જુદા પણ છે અને જુદા પણ નથી. ભગવાન સર્વજ્ઞની વાણી નયાત્મક છે. આગમમાં નિશ્ચયનય તથા વ્યવહારનયની અપેક્ષાથી પદાર્થોનું કથન છે. એ અપેક્ષા સમજવાથી વસ્તુતત્ત્વની સિદ્ધિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #186 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭ર છે. વ્યવહારનયથી દેહ પ્રાણાદિ સાથે જીવની એકતા કહેવાય છે. જેમ દેહના ઘાતથી પોતાને દુઃખ થાય છે તેમ બીજાં પ્રાણીઓને પણ થાય છે એટલે એ હિસાબે આત્મા તથા દેહુ એક પણ છે અને નિશ્ચયનયની દષ્ટિએ બન્ને જુદા છે. મરણ પછી દેહું અહીં પડયો રહે છે તથા આત્માને સિદ્ધ પર્યાયમાં દેહ નથી તેથી દેહ અને આત્મા ભિન્ન પણ છે. બીજાને દુ:ખ દેવું તે હિંસાથી પાપ બંધાય છે. જીવ નિત્ય અવિનાશી પદાર્થ છે તે સત્ય છે. પણ વ્યવહારનયથી પ્રાણ વિયોગરૂપ હિંસા થાય છે તે પાપરૂપ છે. તે પાપનું ફળ નરકાદિ ગતિઓમાં દુ:ખ ભોગવવું પડે છે, તે છે. આ હિંસા-અહિંસાનું સ્વરૂપ સમજીને હિંસાથી દૂર રહેવામાં આત્મકલ્યાણ છે. ૧૨૭ મોક્ષમાર્ગમાં પ્રીતિ કર એમ કહે છે मूढा सयलु वि कारिमउ भुल्लउ मं तुस कंडि। सिव-पहि णिम्मलि करहि रइ घरु परियणु लहु छंडि।।१२८ ।। मूढ सकलमपि कृत्रिमं भ्रान्तः मा तुषं कण्डय। शिवपथे निर्मले कुरु रतिं गृहं परिजनं लघु त्यज।। १२८ ।। મૂઢ ક્ષણિક સૌ ત્યાં, ભ્રમે-કુસકા હવે ન ખાંડ; રતિ કર નિર્મળ શિવ૫થે, ગૃહ પરિજન ઝટ છોડ. ૧૨૮ હે મૂઢ, એક શુદ્ધાત્મા સિવાય અન્ય સર્વ વિષયાદિક વિનાશી છે. તું ભ્રમથી છોતરાં ન ખાંડ, પવિત્ર મોક્ષમાર્ગમાં રતિ કર અને ઘર-પરિજનને શીઘ્ર છોડી દે. સંસારનાં સારહીન કાર્યો તજી મોક્ષમાર્ગમાં પ્રીતિ કર કે જેથી આ આત્માનું પરમ શ્રેય થાય. બાકી પાંચ ઇન્દ્રિયના વિષયો વિનાશી અને દુઃખદાયક છે. સંસારની પ્રવૃત્તિ માત્ર છોતરાં ખાંડવા સમાન કેવળ અસાર દુઃખદાયી છે, એમ જાણ. જ્ઞાનદર્શન સ્વભાવવાળા શુદ્ધાત્માની પ્રાપ્તિનો ઉપાય જે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યક ચારિત્રરૂપ નિર્મળ મોક્ષમાર્ગ છે તેમાં જ તું રતિ કર તથા તેમાં જ લીન થવાનો પુરુષાર્થ કર. રાગાદિ વિકારોના ત્યાગથી જ આત્મા નિર્મળ થાય છે. ૧૨૮ અનિત્યાનુપ્રેક્ષાનું વર્ણન કરે છેजोइय सयलु वि कारिमउ णिक्कारिमउ ण कोइ। जीविं जंतिं कुडि ण गय इहु पडिछंदा जोइ।।१२९ ।। योगिन् सकलमपि कृत्रिमं निःकृत्रिमं न किमपि। जीवेन यातेन देहो न गतः इमं दृष्टान्तं पश्य।। १२९ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #187 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૩ હે યોગિન, કૃત્રિમ, બધુંય, અકૃત્રિમ નહિ કાય; જીવ જાતાં તન જાય ના, જો દૃષ્ટાંત જરાય. ૧૨૯ હે યોગી, સંસારમાં સર્વ કૃત્રિમ-વિનર છે, કોઈ પણ વસ્તુ અવિનાશી નથી. જીવ જ્યારે ભવાંતરમાં જાય છે ત્યારે તેની સાથે આ દેહ પણ જતો નથી. આ દષ્ટાંત પ્રત્યક્ષ છે તે તું જો. પોતાનું શુદ્ધબુદ્ધ સહજ આત્મસ્વરૂપ અકૃત્રિમ, અવિનાશી તથા આનંદધામ છે. તે સિવાય દશ્યમાત્ર કૃત્રિમ-વિનાશી છે. તેથી જે અનિત્ય છે, જે અશરણ છે અને જે અસાર છે એવા દેહાદિ સર્વ પદાર્થોમાંથી મમતા તજી એક નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપની ભાવના, ભક્તિ, રમણતા કરી આ મનુષ્યભવ, સત્સંગ, સપુરુષનો યોગ, આદિ દુર્લભપ્રાપ્તિ સફળ કરી લેવાયોગ્ય છે. સંસારના પ્રત્યેક પદાર્થને અનિત્ય જાણીને દેહમમત્વ આદિ વિભાવરહિત નિજ શુદ્ધાત્મ પદાર્થ ભાવના કર્તવ્ય છે. “કુડિ” શબ્દ અત્રે દેહ શબ્દનો વાચક છે. ૧૨૯ देउलु देउ वि सत्थु गुरु तित्थु वि वेउ वि कव्वु। वच्छु जु दीसइ कुसुमियउ इंधणु होसइ सव्वु।। १३०।। देवकुलं देवोऽपि शास्त्रं गुरुः तीर्थमपि वेदोऽपि काव्यम्। वृक्षः यद् दृश्यते कुसुमितं इन्धनं भविष्यति सर्वम्।। १३० ।। શાસ્ત્ર દેવ દેવળ ગુરુ તીર્થ વેદ કવિતાય; વૃક્ષ પ્રફુલ્લિત જે દિસે, કાળે સૌ ક્ષય થાય. ૧૩) एक्कु जि मेल्लिवि बंभु परु भुवणु वि एहु असेसु। पुहविहिं णिम्मिउ भंगुरउ एहउ बुज्झि विसेसु।।१३१ ।। एकमेव मुक्त्वा ब्रह्म परं भुवनमपि एतद् अशेषम्। पृथिव्यां निर्मापितं भङ्गुरं एतद् बुध्यस्व विशेषम्।। १३१ ।। તજી એક પરબ્રહ્મ સૌ રચના જગમાં જેહુ; ક્ષણભંગુર તે સર્વ તો જાણ ખાસ તું એહ. ૧૩૧ એક શુદ્ધ ચૈતન્ય દ્રવ્યરૂપ પરબ્રહ્મને મૂકીને આ લોકમાં આ સમસ્ત પૃથ્વી ઉપરના પદાર્થોની જે રચના છે, તે સર્વ વિનાશી છે એમ આ વિશેષ (લક્ષ્યમાં લેવા યોગ્ય વાત)ને તું જાણ. વિશુદ્ધ જ્ઞાન-દર્શન સ્વભાવવાળો તથા પરબ્રહ્મ શબ્દથી કહેવા યોગ્ય એવો એક શુદ્ધ સહજ આત્મા નિત્ય-શાશ્વત પદાર્થ છે. તે સિવાય પંચેન્દ્રિય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #188 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪ તથા તેના વિષયભૂત સક્લ પદાર્થો વિનશ્વર છે એમ જાણી વિનાશી પદાર્થોમાંથી પ્રીતિ તજી એક શુદ્ધ આત્મપદાર્થમાં લીનતા કરવી યોગ્ય છે. શુદ્ધ સંગ્રહનયની અપેક્ષાએ સમસ્ત જીવરાશિ એક છે. જેમાં અનેક પ્રકારનાં વૃક્ષોથી પૂર્ણ વન એક કવાય છે તેમ જીવ જીવજાતિની અપેક્ષાએ એક છે તથા તે સર્વ જીવો સમ સ્વભાવી છે. તેમાં કર્મકૃત વિચિત્રતાઓ દેખાય છે, તે સર્વ જીવો અવિનાશી છે. ૧૩૦-૧૩૧ પદાર્થોને અનિત્ય જાણીને ધન તથા યૌવનમાં તૃષ્ણા કર્તવ્ય નથી. जे दिवा सूरुग्गमणि ते अत्थवणि ण दिट्ठ। तें कारणिं वढ धम्मु करि धणि जोव्वणि कउ तिट्ठ।। १३२।। ये दष्टाः सूर्योद्गमने ते अस्तमने न दष्टाः। तेन कारणेन वत्स धर्मं कुरु धने यौवने का तृष्णा।। १३२ ।। દીઠા જે સૂર્યોદયે, અસ્ત તો ન જણાય; શી તૃષ્ણા ધન-યૌવને ? વત્સ, ધર્મ કર કાંય. ૧૩ર હે શિષ્ય, જે પદાર્થો સૂર્યના ઉદય સમયે જોયા હતા તે સૂર્યાસ્ત સમયે તો દેખાતા પણ નથી. અર્થાત્ એટલી વારમાં તે નાશ પામી ગયેલા જણાય છે તેથી તું ધર્મનું આરાધન કર. ધન તથા યૌવનની તૃષ્ણાથી શું લાભ? - ધનધાન્ય આદિ પદાર્થો જે સવારમાં જોયા હોય છે તે પદાર્થ સાંજ સમયે દેખાતા નથી, અર્થાત્ નાશ પામી જાય છે, તેથી જગતના વિલાસને અનિત્ય જાણી પદાર્થોની મમતા છોડી ધર્મ અંગીકાર કર. કોઈ કહે કે ગૃહસ્થ ધનની તૃષ્ણા ન કરે તો શું કરે? આજીવિકા તથા ગૃહવ્યવહાર શી રીતે ચલાવે? તેનું સમાધાન-ન્યાયમાર્ગથી ધન ઉપાર્જન કરી ગૃહસ્થ સત્પાત્રને દાનપૂર્વક આજીવિકા કરવી જોઈએ અને સર્વસંગપરિત્યાગની નિરંતર ભાવના રાખવી જોઈએ. ધનની તૃષ્ણાથી ધન મળતું નથી. પણ ધર્મારાધનથી તે મળે છે. તેથી વિવેકી-વિચારવાન ગૃહસ્થ ધનની તૃષ્ણા ન કરે. ધન, યૌવન તો અસાર છે, એમ જાણી યૌવન અવસ્થામાં પણ વિષયોની આશા કે તૃષ્ણા ન કરે. સંસારનો રાગ તજી એક અખંડ સ્વભાવરૂપ શુદ્ધ સહજાત્મપદમાં લીન થઈ સદા આત્મભાવના કરે કે જેથી પરમ સુખને પામે. ૧૩ર ધર્મ અને પરહિત મનુષ્યનો જન્મ વૃથા છે धम्म ण संचिउ तउ ण किउ रुकखें चम्ममएण। खज्जिवि जर उद्देहियए णरइ पडिव्वउ तेण।। १३३।। धर्मो न संचितः तपो न कृतं वृक्षेण चर्ममयेन। खादयित्वा जरोनेहिकया नरके पतितव्यं तेन।। १३३ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #189 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૫ દેહુ ચર્મમય વૃક્ષથી જો તપ-ધર્મ ન થાય; જરા-ઉધઇથી વિણસતાં નરક-પતન દુ:ખદાય. ૧૩૩ મનુષ્ય શરીરરૂપી ચર્મમય વૃક્ષને પામીને જો ધર્મ પણ ન કર્યો અને તપ પણ ન કર્યું તો તે શરીર વૃદ્ધાવસ્થારૂપ ઉધઈ વડે ખવાઈ જતાં તું મરણ પામી નરકાલયમાં જઈ પડીશ. ગૃહસ્થ ધર્મ અને મુનિધર્મના ભેદથી ધર્મ બે પ્રકારે છે. બાહ્ય અને અભ્યતર ભેદથી ઇચ્છાઓના નિરોધરૂપ તપ બાર પ્રકારે છે. અભેદ રત્નત્રયરૂપ શુદ્ધ સહજ્જાત્મસ્વરૂપ પરમ ભક્તિથી ઉપાદેય છે એવી શ્રદ્ધાપૂર્વક ગૃહસ્થ ભેદ રત્નત્રયરૂપ ગૃહસ્થ ધર્મની આરાધના કરવી જોઈએ અને મુનિએ તો નિશ્ચય રત્નત્રયની સ્થિરતા અર્થે વ્યાવહારિક રત્નત્રયના બળથી વિશિષ્ટ પ્રકારનું તપશ્ચરણ કરવું જોઈએ. પોતાના શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનમાં સ્થિર થઈ આત્મભાવનારૂપ ધર્મનું જો પાલન કરવામાં ન આવ્યું તો પ્રાપ્ત થયેલો અમૂલ્ય મનુષ્ય-ભવ નિષ્ફળ ગયો ગણાય. માટે આ દેહથી તો ધર્મની આરાધના જ કરવાયોગ્ય છે. ૧૩૩ હે જીવ, જિનેશ્વર ભગવાનની ભક્તિ કર. अरि जिय जिण-पइ भत्ति करि सुहि सज्जणु अवहेरि। तिं बप्पेण वि कज्जु णवि जो पाडइ संसारि।।१३४ ।। अरे जीव जिनपदे भक्तिं कुरु सुखं स्वजनं अपहर। तेन पित्रापि कार्यं नैव यः पातयति संसारे।। १३४ ।। કર જીવ ભક્તિ જિનપદે, ત્યાગ સ્વજન સમુદાય; તે પિતાનું કામ ? જે પાડે ભવમાંય. ૧૩૪ હે ભવ્ય જીવ, જિનપદ અર્થાત્ શુદ્ધ સહજામસ્વરૂપ એવા જિનેશ્વરનાં ચરણકમળની તું ભક્તિ કર. સંસાર-સુખનાં કારણરૂપ એવાં પોતાનાં પરિજનોને પણ ત્યાગી દે તો પછી બીજાની તો તારે જરૂર જ શી છે? તે પિતાનું પણ કંઈ કામ નથી કે જીવને સંસારસમુદ્રમાં પાડી દે છે. હે આત્મા, અનાદિ કાળથી દુર્લભ એવો સર્વજ્ઞ પ્રણીત રાગ-દ્વેષ મોહરહિત જીવ પરિણામ લક્ષણવાળો શુદ્ધોપયોગરૂપ નિશ્ચયધર્મ અને શુભોપયોગરૂપ વ્યવહારધર્મ છે. તેમાં છે આવશ્યક રૂપ યતિ-ધર્મ અને દાન પૂજાદિ લક્ષણવાળો ગૃહસ્થ ધર્મ, તે શુભ ઉપયોગમય છે. તે ધર્મમાં તું પ્રીતિ કર. આ ધર્મઆરાધનમાં વિનરૂપ એવાં પોતાનાં કુટુંબીજન હોય તો પણ તેને છોડી દે અને જેઓ ધર્મમાર્ગમાં સહાયક હોય તેને સ્વીકાર કર. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #190 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૬ विसयहं कारणि सव्वु जणु जिम अणुराउ करेइ। तिम जिणभासिए धम्मि जइ ण उ संसारि पडेइ।। આ સંસારના વિષયોમાં જેવો રાગ કરે છે તેવો જો જિન ભગવાને કહેલા ધર્મમાં કરે તો તે સંસારસમુદ્રમાં પડે નહિ. ૧૩૪ ધર્મઆરાધન માટે ચિત્તશુદ્ધિની આવશ્યકતા છે जेण ण चिण्णउ तव-यरणु णिम्मलु चित्तु करेवि। अप्पा वंचिउ तेण पर माणुस-जम्मु लहेवि।। १३५ ।। येन न चीर्णं तपश्चरणं निर्मलं चित्तं कृत्वा। आत्मा वंचितः तेन परं मनुष्यजन्म लब्ध्वा।। १३५ ।। જેણે નિર્મળ મન કરી તપશ્ચરણ કર્યું નહિ; તેણે સ્વાત્માને ઠગ્યો, પામી નરભવ અહિ. ૧૩૫ જેણે ચિત્તને નિર્મળ કરીને તપશ્ચરણ કર્યું નથી તે જીવે મનુષ્યભવ પામીને પણ નિયમથી અત્યંતપણે પોતાના આત્માને ઠગ્યો છે એમ જાણવું. આ સંસારમાં ભમતા જીવને એકેન્દ્રિયમાંથી વિકસેન્દ્રિયપણું પામવું દુર્લભ છે, વિકસેન્દ્રિયમાંથી અસંજ્ઞી પંચેન્દ્રિયપણું દુર્લભ છે, તેમાંથી સંજ્ઞી પંચેન્દ્રિયપણું પામવું દુર્લભ છે, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાંથી મનુષ્ય થવું સુલભ નથી. મનુષ્યમાં પણ આર્યક્ષેત્ર, ઉત્તમકુળ, દીર્ઘ આયુષ્ય, સત્સંગ, ધર્મશ્રવણ, તેનું ધારણ, જન્મપર્યત ધર્મ ટકાવી રાખવો એ ઉત્તરોત્તર દુર્લભ છે. એ સર્વના ફલરૂપ આત્મજ્ઞાનની પ્રાપ્તિ સર્વથી દુર્લભમાં દુર્લભ છે. આવો અત્યંત દુર્લભ આ મનુષ્યભવ તથા આત્મજ્ઞાનપ્રાપ્તિનો યોગ પામીને પણ જેણે વિષયકષાયમાં જ તે વ્યતીત કરી દીધો પણ ક્રોધાદિ રહિત વીતરાગ ચિદાનંદમય કેવલ સુખરૂપ અમૃતથી પોતાના ચિત્તને તૃત કરીને ઇચ્છા નિરોધરૂપ તપશ્ચરણમાં પ્રવૃત્તિ કરી નહિ તેણે ખરેખર પોતાના આત્માને ઠગ્યો છે. કહ્યું છે કે चित्ते बद्धे बद्धो मुक्के मुक्को त्ति णत्थि संदेहो। अप्पा विमलसहावो मइलिज्जइ मइलिए चित्ते।। મનથી, ભાવથી જે બંધાયેલો છે તે જ ખરો બંધાયેલો છે અને જે મનથી (ભાવથી) મુકાયેલો છે તે મુક્ત છે એમાં સંદેહ નથી. આત્મા નિશ્ચયથી નિર્મળ સ્વભાવવાળો છે પણ ભાવની મલિનતાને લીધે મલિન બને છે. માટે દુર્લભ મનુષ્યભવ તથા તપશ્ચરણ પામી નિર્વિકલ્પ સમાધિના બળે કરી રાગાદિ વિકારોના ત્યાગથી ચિત્તશુદ્ધિ કર્તવ્ય છે. જે ચિત્તશુદ્ધિ કરતો નથી તે આત્મવંચક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #191 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates છે. ૧૩૫ ૧૭૭ પાંચ ઇન્દ્રિયોને જીતવાનું કહે છે ए पंचिंदिय-करहडा जिय मोक्कला म चारि । चरिवि असेसु वि विसय-वणु पुणु पाडहिं संसारि ।। १३६ ।। एते पञ्चेन्द्रियकरभका: जीव मुक्तान् मा चारय । चरित्वा अशेषं अपि विषयवनं पुनः पातयन्ति संसारे ।। १३६ ।। પંચેન્દ્રિયરૂપ ઊંટને ચરવા દે ન યથેચ્છ; ચરી સઘળાય વિષયવને પટકે ભવમાં એ જ. ૧૩૬ હે જીવ, આ પાંચ ઇન્દ્રિયરૂપી ઊંટોને પોતાની ઇચ્છા પ્રમાણે ચરવા ન દે, કારણ તેઓ સમસ્ત વિષયવનને ચરીને તને સંસારમાં પાડી દેશે. સ્પર્શ આદિ પાંચ ઇન્દ્રિયોને વશ થઈને આ જીવ પંચ પરાવર્તનરૂપ સંસારમાં અનંત અપાર કષ્ટ ભોગવે છે. ઇન્દ્રિયો આત્માને સ્વભાવથી વિમુખ થવામાં સહાયક થાય છે. માટે ઇન્દ્રિયોનો જય કર. ૧૩૬ ધ્યાનની કઠિનતા બતાવે છે जोइय विसमी जोय गइ मणु संठवण ण जाइ । इंदिय-विसय जि सुक्खडा तित्थु जि वलि वलि जाइ ।। १३७ ।। योगिन् विषमा योगगतिः मनः संस्थापयितुम् न याति । इन्द्रियविषयेषु एव सुखानि तत्र एव पुनः पुनः याति ।। १३७।। યોગિન્ ધ્યાનગતિ કઠિન, મનસ્થિર કયમે ન થાય; ઇન્દ્રિય વિષયે સુખ ગણી, ત્યાં જ ફરી ફરી જાય. ૧૩૭ હું યોગી, ધ્યાનની ગતિ મહા વિષમ છે, કેમકે મન ચંચળ હોવાથી નિજ સ્વરૂપમાં સ્થિરતા પામતું નથી, પણ ઇન્દ્રિય-વિષયોમાં તે સુખ માને છે અને તેથી ત્યાં જ તે ફરી જાય છે. પણ આત્મસ્વરૂપમાં સ્થિતિ કરતું નથી. વીતરાગ પરમાનંદ સમરસી ભાવરૂપ અતીન્દ્રિય સુખથી રહિત સંસારી જીવોનું મન અનાદિકાળથી અવિધાની વાસનાવાળું છે અને તેને લીધે તે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખ માની ત્યાં જાય છે. પણ શુદ્ધ સહજ આત્મસ્વરૂપની ભાવનારૂપ ધ્યાનમાં એકાગ્ર થતું નથી. ૧૩૭ હવે પ્રક્ષેપક ગાથા કહે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #192 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮ सो जोइउ जो जोगवइ दंसणु णाणु चरित्तु। होयवि पंचहँ बाहिरउ झायंतउ परमत्थु।। १३७-५ स योगी यः पालयति दर्शनं ज्ञानं चारित्रम्। भूत्वा पञ्चभ्यः बाह्यः ध्यायन् परमार्थम् ।। १३७-५।। તે યોગી જે જોગવે, દર્શન જ્ઞાન ચરિત્ર; પંચેન્દ્રિયથી અલગ થઈ, પરમાર્થે યુતચિત્ત. ૧૩૭-૫ જે પાંચ ઇન્દ્રિયોથી નિવર્તીને પરમાત્માનું ધ્યાન કરતો દર્શન, જ્ઞાન અને ચારિત્રને પાળે છે, રક્ષે છે તે યોગી છે. યોગ શબ્દથી અત્રે વીતરાગ નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે. અથવા અનંત જ્ઞાનાદિવાળા આત્મસ્વરૂપમાં મનને જોડવું, તે રૂપ પરિણમવું તે પણ યોગ છે, આવો યોગ જેને હોય તે યોગી-ધ્યાની કહેવાય છે. ૧૩૭-૫ विसय-सुहइँ बे दिवहडा पुणु दुक्खहँ परिवाडि। भुल्लउ जीव म वाहि तुहुँ अप्पण खंधि कुहाडि।।१३८।। विषयसुखानि वे दिवसके पुनः दुःखानां परिपाटी। भ्रान्त जीव मा वाहय त्वं आत्मनः स्कन्धे कुठारम् ।। १३८ ।। બે દિનનાં સુખ વિષયનાં, પછી દુઃખનો નહિ પાર; ભ્રાન્ત જીવ, તું નિજ ખભે, ભલા કુહાડી ન માર. ૧૩૮ સંસારનાં વિષયસુખો બે દિવસનાં છે અર્થાત્ અલ્પકાલ માત્ર રહેવાનાં છે. પછી દુ:ખની અપાર પરંપરા છે એમ જાણ. હે ભ્રાંત જીવ, પોતાના ખભા ઉપર તું પોતે કુહાડીનો ઘા ન કર. સંસારનાં સુખ બે દિવસનાં છે, ક્ષણભંગુર છે, વારંવાર દુર્ગતિનાં દુઃખને આપનારા છે. તેથી તેનું સેવન તે આત્મહિતને છેદનાર કુહાડી સમાન છે, માટે હે જીવ તેનો ત્યાગ કરી એક શુદ્ધ આત્મભાવનામાં તત્પર થઈ શાશ્વત સુખનું કારણ એવું નિજ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ, તેની ભાવનામાંભક્તિમાં એકાગ્ર થા. પણ પોતાના ખભા ઉપર કુહાડી મારવાની ભૂલ ન કર. વિષયોમાં આસક્તિ તે આત્મઘાતનું કારણ છે તથા તે જ કુહાડી સમાન છે. માટે સાંસારિક વિષયો તથા તેની વાસનાનો ત્યાગ કરી વીતરાગ પરમાત્મસુખમાં સ્થિત થઈ નિરંતર શુદ્ધોપયોગની ભાવના કરવી યોગ્ય છે. ૧૩૮ આત્મભાવના માટે જે વિદ્યમાન વિષયો તજે છે, તેની પ્રશંસા કરે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #193 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૯ संता विसय जु परिहरइ बलि किज्जउँ हउँ तासु। सो दइवेण जि मुंडियउ सीसु खडिल्लउ जासु।।१३९ ।। सतः विषयान् यः परिहरति बलिं करोमि अहं तस्य। स दैवेन एव मुण्डितः शीर्षं खल्वाटं यस्य।। १३९ ।। છતા વિષય જે છાંડતા વારી જાઉં નર તે; જેને શિર પર કેશ નહિ, દૈવે મુંડયો એહું. ૧૩૯ જે જ્ઞાની પુરુષ છતા વિષયોને તજે છે તેની હું પૂજા કરું છું. બાકી જેના મસ્તકે તાલ પડી છે, તે તો દૈવ વડે મુંડિત થયેલો જ છે. જે બાહ્યદષ્ટિથી મનોજ્ઞ સારા દેખાય છે એવા પાંચ ઇન્દ્રિયના વિષયો ભયંકર ઝેરની સમાન છે તથા શુદ્ધાત્મ પરિણતિના ચોર છે. તે વિષયોને જે જ્ઞાની ત્યાગે છે તેઓની હું પૂજા કરું છું, તેને પૂજ્ય ગણું છું. એમ કહીને ગ્રંથકારે પોતાનો ગુણાનુરાગ દર્શાવ્યો છે કે જે વિદ્યમાન વિષયોને તજે છે તે લોકમાં મહાપુરુષોથી પણ પ્રશંસનીય થાય છે. અર્થાત્ જેની પાસે સંપત્તિ છે તે તેનો ત્યાગ કરી જો વીતરાગ માર્ગની આરાધનામાં તત્પર થાય તો મહાપુરુષો પણ તેને પ્રશંસે છે. પણ જેની પાસે ધન-વૈભવ તો નથી છતાં તેની તૃષ્ણા તો છે અને તેથી દુઃખી થઈ રહ્યા છે તે પ્રશંસાપાત્ર ન બનતાં નિંધ એવાં પાપોપાર્જન કરે છે. કહ્યું છે કે " देवागमपरिहीणे कालेऽतिशयवर्जिते। છેવનોત્પત્તિહીને તુ ને વધરોfજ્ઞતેા.” ચતુર્થકાળમાં આ ભરતક્ષેત્રમાં દેવો આવતા હતા, તેઓને જોઈને લોકો ધર્મની રુચિવાળા થતા હતા. ઋદ્ધિધારી મુનિઓનાં દર્શન કરી જ્ઞાન મેળવતા તથા અન્ય જીવોમાં અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન આદિ જોઈ કેટલાક જીવો સમ્યગ્દર્શન પામતા તા. ચક્રવર્તી આદિ મહાપુરુષોના ત્યાગને જોઈ વિષયોથી વિરક્ત થઈ પોતે પણ ઘણા જીવો ત્યાગી થતા હતા. પણ આજે આ અતિશયો નથી છતાં આવા વિષમ કાળમાં પણ જે છતા વિષયોને ત્યાગે છે તેને ધન્ય છે. દુષમકાળમાં જે ધર્માચરણ કરે છે તે એક મહાન આશ્ચર્ય છે. ૧૩૯ એક મનને જીતવાથી પાંચે ઈન્દ્રિયો જિતાય છેपंचहँ णायकु वसिकरहु जेण होंति वसि अण्ण। मूल विणट्ठइ तरु-वरहँ अवसइँ सुक्कहिं पण्ण।। १४०।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #194 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮) पञ्जानां नायकं वशीकुरुत येन भवन्ति वशे अन्यानि। मूले विनष्टे तरुवरस्य अवश्यं शुष्यन्ति पर्णानि।।१४०।। વશ કર નાયક પાંચનો, તો પાંચે વશ થાય; તરુવરનું મૂળ છેદતાં, પાન અવશ્ય સુકાય. ૧૪૦ પાંચ ઇન્દ્રિયોનો નાયક જે મન તેને તમે વશ કરો કે જે મન વશ થવાથી પાંચ ઇન્દ્રિયો વશ થાય છે. વૃક્ષનાં મૂળનો નાશ થવાથી જેમ પાંદડાં અવશ્ય સુકાઈ જાય છે, તેમ મનને વશ કરવાથી પાંચ ઇન્દ્રિયો સ્વમેવ સ્વાધીન થાય છે. અનેક વિકલ્પ કરવાવાળું મન છે. તે મનને ભેદ-વિજ્ઞાનરૂપી અંકુશ વડ વશ કરવું જોઈએ. આત્માથી શરીરાદિ અન્ય પદાર્થો ભિન્ન છે તે પ્રકારના જ્ઞાનનું નામ ભેદ-વિજ્ઞાન છે. મન વશ થવાથી પાંચે ઈન્દ્રિયો સહજે વશ થાય છે. નિજ શુદ્ધાત્મતત્ત્વની ભાવના માટે ગમે તે ઉપાયે મનને અવશ્ય જીતવું જોઈએ. મનને જીતવાથી જ આત્મા જીતેન્દ્રિય કહેવાય. કહ્યું છે કે “ येनोपायेन शक्येत सन्नियन्तुं चलं मनः। स एवो पासनीयोऽत्र न चैव विरमेत्ततः।।" અર્થાત્ જે ઉપાય વડે ચંચળ મન વશ કરી શકાય તે ઉપાય અવશ્ય ઉપાસવા યોગ્ય છે. તેમ કરવામાં કોઈ રીતે પ્રમાદ કર્તવ્ય નથી. વૃક્ષનાં મૂળનો છેદ થવાથી જેમ પાંદડાં આદિ સુકાઈ જાય છે તેમ મનને સ્વાધીન કરવાથી પાંચ ઇન્દ્રિયોનું બળ ચાલતું નથી. ૧૪૦ હે જીવ, વિષયોમાં તું કયાં સુધી લીન રહીશ? विसयासत्तउ जीव तुहुँ कित्तिउ कालु गमीसि। सिव-संगमु करि णिच्चलउ अवसइँ मुक्खु लहीसि।।१४१।। विषयासक्तः जीव त्वं कियन्तं कालं गमिष्यसि। शिव-संगमं कुरु निश्चलं अवश्यं मोक्षं लभसे।।१४१ ।। કાળ ગુમાવીશ કેટલો, હે જીવ વિષયાસક્ત? શિવ-સંગમ કર અચળ તું, પામે મોક્ષ અવશ્ય. ૧૪૧ હે જીવ, તું વિષયોમાં આસક્ત થઈ કેટલો સમય ગુમાવીશ? હવે તો નિશ્ચળ થઈ શુદ્ધાત્માનો અનુભવ કર કે જેથી અવશ્ય મોક્ષ પમાય. હે જીવ, નિજ શુદ્ધ સહજાત્મ સ્વરૂપના અનુભવરૂપ આનંદ અમૃતના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #195 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૧ આસ્વાદરહિત એવો તું વિષયોમાં આસક્તિથી તો અનંતકાળ સંસારમાં ભમ્યો છે. હજુ તે વિષયોમાં અનુરાગ રાખી તારે કેટલો કાળ ભટકયા કરવું છે? અર્થાત્ સંસારભ્રમણથી મુક્ત કરી અનંત આત્મિક સુખ પ્રાપ્ત કરાવે તેવો આ દુર્લભ યોગ પામીને હવે તો તું વિષયોની આસક્તિને મૂળમાંથી તજી દે અને અનંત સુખનું મૂળ એવો શિવ-સંગમ એટલે શુદ્ધ આત્માનુભવ પ્રાપ્ત કર કે જેથી અવશ્ય અનંત ચતુષ્ટયાદિ આત્મઐશ્વર્યને પામી તું મોક્ષપદને પામી શકે. ૧૪૧ નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપનો સંસર્ગ તું કદી ન તજ. એક એ શુદ્ધ આત્મસ્વરૂપ જ ઉપાદેય છે એમ વારંવાર ઉપદેશ કરે છે इहु सिव-संगमु परिहरिवि गुरुवड कहिं वि म जाहि। जे सिव-संगमि लीण णवि दुक्खु सहंता वाहि।। १४२।। इमं शिवसंगम परिहृत्य गुरुवर क्वापि मा गच्छ। ये शिव-संगमे लीना नैव दुःखं सहमानाः पश्य।। १४२।। આ શિવ-સંગમને તજી, ગુરુવાર, જા નહિ કયાંય; જે શિવ-સંગમ લીન નહિ, જો દુઃખ સહે સદાય. ૧૪૨ હું તપોધન, આત્માનુભવરૂપ શિવસંગમને મૂકીને તું અન્યત્ર ન જા. જેઓ આત્મસ્વભાવમાં લીન નથી તેઓ અનેક પ્રકારનાં દુઃખ સહન કરી રહ્યા છે, તે તું પ્રત્યક્ષપણે જો. શિવ એટલે અનંતજ્ઞાનાદિ સ્વભાવવાળો સ્વશુદ્ધ સહજ આત્મા, પરમાત્મા તેનો સંગ એટલે અનુભવ એ શિવસંગ એટલે આત્માનુભૂતિ લક્ષણ રત્નત્રયાત્મક મોક્ષમાર્ગ તજીને હું જીવ, હવે તું પરભાવરૂપ સંસારમાર્ગમાં કદી ન જા. પરભાવમાં લીન એવું આખું જગત અનંત જન્મ-મરણાદિ પરિભ્રમણના દુ:ખ સહન કરી રહ્યું છે તે તું જ, અને પરિણામે આત્મભાવમાં જ નિરંતર નિમગ્ન થા. ૧૪૨ આત્મજ્ઞાનરૂપ સમ્યગ્દર્શનનું દુર્લભપણું દેખાડે છે कालु अणाइ अणाइ जिउ भव-सायरु वि अणंतु। जाविं बिण्णि ण पत्ताइँ जिणु सामिउ सम्मत्तु।।१४३ ।। कालः अनादि: अनादिः जीवः भवसागरोऽपि अनंतः। जीवेन वे न प्राप्ते जिनः स्वामी सम्यक्त्वम्।।१४३।। અનાદિ જીવ વળી કાળ પણ, વળી ભવાબ્ધિ અનંત; જિનસ્વામી, સમકિત, બે પામ્યો ન ચિર ભમંત. ૧૪૩ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #196 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨ કાળ અનાદિ છે, જીવ પણ અનાદિ છે અને સંસારસાગર પણ અનાદિ છે. તોપણ અનાદિ કાળના પરિભ્રમણમાં આ જીવને ભગવાન જિનેન્દ્ર અને સમ્યગ્દર્શન આ બે વસ્તુ મળી નથી. કાળ, જીવ અને સંસાર આ ત્રણ વસ્તુઓ અનાદિ છે. તે સંસારમાં અનાદિથી પરિભ્રમણ કરતાં આ જીવને શુદ્ધાત્મ સ્વરૂપની ભાવના થઈ નથી. તે આત્મજ્ઞાનની ભાવનાથી રહિત છે. પુણ્યકર્મના ઉદયથી તેને સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ થઈ પણ આત્મજ્ઞાન રૂપ સમ્યગ્દર્શન અને ભગવાન જિનેન્દ્ર ન મળ્યા. આ જીવ અનાદિનો મિથ્યાષ્ટિ છે અને શુદ્ર દેવોનો ઉપાસક છે. આને ભગવાન જિનેન્દ્રની ભક્તિ પ્રાપ્ત થઈ નથી. અન્ય દેવોની ઉપાસનાને લીધે સમ્યગ્દર્શન પણ થયું નહિ. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે અનાદિકાળથી મિથ્યાદષ્ટિ હોવાને લીધે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ તે કહેવું તો ઉચિત છે, પણ જિન ભગવાન નથી મળ્યા એમ કેમ? શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે “ મવિ ભવિ નિણ પુષ્નિાં ગુરુ વંદ્રિય” એટલે ભવભવમાં ભગવાન જિનેન્દ્રને પૂજ્યા તથા ગુરુને વંદ્યા છે. અને આપ તો જિન ભગવાન નથી મળ્યા એમ કહો છો? તેનું સમાધાન-આ જીવને ભાવભક્તિ પ્રગટી નથી. ભાવભક્તિ તો સમ્યગ્દષ્ટિને જ હોય છે. મિથ્યાષ્ટિની લૌકિક ભક્તિ સંસારસુખને અર્થ થાય છે. તે મોક્ષમાર્ગમાં ઉપયોગી નથી. ભાવભક્તિ અજ્ઞાનીને હોતી નથી. સમ્યગ્દષ્ટિઓ જ જિન ભગવાનના સાચા દાસ છે. જ્યાં સુધી આત્મામાં સાચી ભક્તિ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જિન ભગવાન મળ્યા હોય તોપણ ન મળ્યા બરાબર છે. - રાગદ્વેષ, અજ્ઞાન આદિ અંતરંગ શત્રુઓને જેણે જીત્યા છે તે જિન. અનંત ચતુય સહિત અને ક્ષુધાદિ અઢાર દોષ રહિત સર્વજ્ઞ વીતરાગ દેવ જિન ભગવાન છે તે જ પરમ આરાધ્ય છે. નિશ્ચયથી શુદ્ધાત્માનુભૂતિ લક્ષણવાળું વીતરાગ સમ્યકત્વ છે અને વ્યવહારથી વીતરાગ સર્વજ્ઞ પ્રણીત જીવાદિ સાત તત્ત્વોની શ્રદ્ધારૂપ સરાગ સમ્યકત્વ છે. કોઈ સ્થળે ગાથામાં “ સિવસંમુ સમ્મg” પણ પાઠ છે તેથી તેનો અર્થ એ છે કે શિવ જે ભગવાન જિનેન્દ્ર તેઓની ભાવપૂર્વક આરાધના ન થઈ અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ. આ બે વસ્તુઓ અતિશય દુર્લભ છે. ૧૪૩ ગૃહવાસના દોષ બતાવે છે. घर-वासउ मा जाणि जिय दुक्किय वासउ एहु। पासु कयंतें मंडियउ अविचलु णिस्संदेहु।। १४४ ।। गृहवासं मा जानीहि जीव दुष्कृतवास एषः। पाशः कृतान्तेन मण्डितः अविचलः निस्सन्देहम्।। १४४ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #197 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૩ ગણ ગૃહવાસ ન શ્રેયરૂપ, કિંતુ પાપાવાસ; કાળે જાળ અચળ રચી, મનુજ ફસાવા ખાસ. ૧૪૪ હે જીવ, આ ઘરવાસ છે, એમ ન જાણ, પણ આ તો પાપનું નિવાસસ્થાન છે તથા યમરાજાએ જીવોને બાંધવા માટે મજબૂત પાશ રચેલી છે, એમાં સંદેહ નથી. ઘર શબ્દથી મુખ્યપણે સ્ત્રીનું ગ્રહણ છે, કારણ કે સ્ત્રી જ ગૃહવાસનું મૂળ છે, સ્ત્રી વિનાનું ઘર શું? અન્ય સ્થળે કહ્યું છે કે “ન ગૃ૬ ગૃહનિત્યાહુ ગૃહિણી મુચ્યતે” અર્થાત્ માટી-ચૂનાનું ઘર તે ઘર નથી. પરંતુ સ્ત્રી જ ઘર કહેવાય છે. સ્ત્રીત્યાગ કરનાર પુરુષ ત્યાગી પણ મનાય છે. તે ઘર મોહને રહેવાનું સ્થાન છે. તેમાં ફસાયેલો પ્રાણી શુદ્ધ આત્મજ્ઞાન કે આત્મધ્યાનરૂપ આત્મકલ્યાણને વિસારી મૂકે છે. ગૃહત્યાગ વિના મનની ચંચળતા મટતી નથી. તેથી મનની સ્થિરતા કરી આત્મભાવનામાં લીનતા માટે ગૃહત્યાગ આવશ્યક છે. ગૃહસ્થાશ્રમમાં કષાયનાં અનેક નિમિત્ત હોય છે. " कषायैरिन्द्रियैर्दुष्टैर्व्याकुलीक्रियते मनः। યત: વસ્તુ ન શક્યતે ભાવના ગૃહિિમ: ” ગૃહસ્થાશ્રમમાં દુષ્ટ કષાય તથા ઈન્દ્રિયો વડે મન આકુળવ્યાકુલ કરાય છે, જેથી ગૃહસ્થો આત્મભાવના કરવામાં સમર્થ થતા નથી. આત્મશ્રેય સાધવા માટે ગૃહત્યાગ જરૂરનો છે. ૧૪૪ ગુહની મમતા છોડાવી દેહની મમતા સજાવે છે. देहु वि जित्थु ण अप्पणउ तहिं अप्पणउ किं अण्णु। परकारणि मण गुरुव तुहुँ सिव-संगमु अवगण्णु।।१४५।। देहोऽपि यत्र नात्मीयः तत्रात्मीयं किमन्यत्। परकारणे मा मुझ त्वं शिवसंगमं अवगण्य।।१४५ ।। તન પણ નહિ જ્યાં સ્વાત્મનુ, ત્યાં શું અન્ય સ્વ થાય? પર-કારણ કર મોહ ના, તું શિવસંગ વિહાય. ૧૪૫ જે સંસારમાં શરીર પણ પોતાનું નથી ત્યાં બીજા પદાર્થો પોતાના કયાંથી હોય? તે કારણે તું શુદ્ધ સહજાત્મસ્વરૂપ પરમાત્માની ભાવનાની અવગણના કરી પુત્ર, સ્ત્રી, વસ્ત્ર, આભૂષણઆદિ ઉપકરણોમાં મમતા ન કર. જે દેહ દૂધમાં પાણી માફક જીવની સાથે એકમેક થઈ રહ્યો છે તે દેહ પણ જીવનું સ્વરૂપ નથી તો પછી ધન-ધાન્યાદિ પદાર્થો જે આત્માથી કેવળ ભિન્ન છે તે તો આત્માના ક્યાંથી થઈ શકે ? એમ સમજી બાહ્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #198 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૪ પદાર્થોની મમતા તજી શુદ્ધોપયોગની ભાવના કરવામાં તત્પર થા. ૧૪૫ करि सिव-संगम एक्कु पर जहिं पाविज्जइ सुक्खु। जोइय अण्णु म चिंति तुहुँ जेण ण लब्भइ मुक्खु ।।१४६ ।। करु शिव-संगम एकं परं यत्र प्राप्यते सुखम्। योगिन् अन्यं मा चिन्तय त्वं येन न लभ्यते मोक्षः।। १४६ ।। કર શિવસંગમ માત્ર એક, જેથી સુખ પમાય; ચિંતવ ના કંઈ અવરને, જેથી મોક્ષ ન થાય. ૧૪૬ હે યોગી, તું એક માત્ર નિજ શુદ્ધ આત્મઅનુભવ કે નિજ શુદ્ધાત્માની જ ભાવના કર કે જેથી તને અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય. અન્ય પદાર્થનું ચિંતવન ન કર, કારણ કે તેનું ચિંતવન કરવાથી કંઈ તને મોક્ષની પ્રાપ્તિ નહિ થાય. હે જીવ, શુદ્ધબુદ્ધ અખંડ સ્વભાવવાળા એવા પોતાના શુદ્ધાત્માની ભાવના કર તેથી તને અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થશે. ભૂતકાળમાં જે જીવો અક્ષય અનંત સુખને પામ્યા છે તે આત્મજ્ઞાનથી પામ્યા છે. આત્મજ્ઞાન સિવાય મોક્ષનો બીજો ઉપાય નથી. માટે હે યોગી, લૌકિક પદાર્થોની તું ચિંતા ન કર. પરપદાર્થનું ચિંતવન આત્માના અવ્યાબાધ સુખમાં વિધ્રરૂપ છે. એ બાહ્ય પદાર્થોની ચિંતાથી આત્માને મોક્ષ મળતો નથી. એક સ્વાત્મભાવના જ કર્તવ્ય છે. ભેદભેદ રત્નત્રયની ભાવનાથી રહિત મનુષ્યજન્મ નિઃસાર છે. ૧૪૬ बलि किउ माणुस-जम्मडा देक्खंतहँ पर सारु। जइ उट्ठभइ तो कुहइ अह डज्झइ तो छारु।।१४७।। बलिः क्रियते मनुष्यजन्म पश्यतां परं सारम्। यदि अवष्टभ्यते ततः क्वथति अथ दह्यते तर्हि क्षारः।। १४७।। નર ભવ નાખ ઉવારી આ, જોતાં માત્ર જ સાર; સડે ભૂમિમાં દાટતાં, બાળે રાખ અસાર. ૧૪૭ આ મનુષ્યજન્મને અસાર જાણી મનથી ઉવારી નાખવા, ઉતારી નાખવા યોગ્ય છે. બાહ્યદષ્ટિથી જોનારાઓને આ શરીર સુંદર લાગે છે તથા સારરૂપ ભાસે છે. પરંતુ વસ્તુતઃ વિચાર કરીએ તો આ શરીર અસારભૂત દેખાય છે. કારણ કે મનુષ્યદેહને જો જમીનમાં દાટવામાં આવે તો સડી જાય છે અને બાળવામાં આવે તો તે રાખ થઈ જાય છે. આ મનુષ્યદેહમાં કંઈ પણ સાર નથી. પશુઓના શરીરમાં તો કંઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #199 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૮૫ પણ સારપણું દેખાય છે. જેમકે હાથીના દાંત કામમાં આવે છે, ચમરી ગાયના કેશના ચમર બને છે. પણ મનુષ્ય-શરીર તો મરણ પછી કંઈ કામનું નથી. એમ જાણી સડી ગયેલા શેરડીના સાંઠાની પેઠે શરીરને અસાર માની બીજની સમાન સારભૂત કરવો જોઈએ. અર્થાત્ સડી ગયેલો સાંઠો બીજના કામમાં જો લેવાય તો નવી ઘણી સારી શેલડી તેમાંથી થાય, તેમ અસાર આ મનુષ્યજન્મથી જો સારભૂત ૫૨માર્થ સધાય અર્થાત્ રત્નત્રયરૂપ ધર્મપ્રાપ્તિ માટે ગળાય તો તે સારરૂપ બને. માટે આ દેહે આત્મહિત થાય અને પરલોક સુધરે તેમ ધર્મ આરાધન થાય તો આ અસાર દેહ પણ સારરૂપ સાર્થક બને. માટે આ દેહે સતત આત્મજ્ઞાનપ્રાપ્તિ માટે જ પુરુષાર્થ તત્પર થવું ઘટે છે. આ મનુષ્યદેહે ધર્મની આરાધના થાય તો તે સફળ ગણાય. દેહની અનિત્યતાદિ બતાવવાને છ ગાથાઓ કહે છે. ૧૪૭ उव्वलि चोप्पड चिट्ठ करि देहि सु-मिट्ठाहार । देहहँ सयल णिरत्थ गय जिमु दुज्जणि उबयार ।। १४८।। उद्वर्तय म्रक्षयं चेष्टां कुरु देहि सुमृष्टाहारान्। देहस्य सकलं निरर्थं गतं यथा दुर्जने उपकाराः।। १४८।। મર્દન લેપ અલંકરણ, મિષ્ટ અન્નથી પોષ; તનનાં ગણ સૌ વ્યર્થ જ્યમ દુર્જન ઉપકૃતિ દોષ. ૧૪૮ આ દેહને પીઠી ચોળો, તેલનું મર્દન કરો, સારાં સારાં વસ્ત્રઆભૂષણથી શણગારો કે ઉત્તમમાં ઉત્તમ મધુર આહાર કરાવો તોપણ તે સર્વ નિષ્ફળ છે. કારણકે જેમ દુર્જનને ઉપકાર કરવો નકામો છે તેમ શરીરની સર્વ સેવા પણ નિરર્થક જાય છે. જેમ દુર્જન ઉપર ઉપકાર કર્યો હોય તોપણ તે અપકાર જ કરે છે, અર્થાત્ તેને કરેલો ગુણ પણ દોષને માટે જ થાય છે, તેમ આ શરીર પણ દુષ્ટ છે. આખી જિંદગી તે દેહને પોષવા માટે કરેલા સર્વ પ્રયત્નોના બદલામાં તે અનેક પ્રકારના રોગ, જરા અને છેવટે મરણનાં દુઃખ દઈ જીવનો સંગ તજે છે. પણ સાથે જતો નથી. દેહની આવી દુષ્ટતા, કૃતઘ્નતા વિચારી તેનો મોહ, મમત્વ તજી આત્મશ્રેય સાધ્ય કરવામાં તેનો ઉપયોગ કરાય, અનિત્ય, અસ્થિર, અસાર એવા દેહમાં રહી નિત્ય સુસ્થિર શાશ્વત પરમાત્મસ્વરૂપ એવા નિજ શુદ્ધ સહજાત્મ સ્વરૂપના અખંડ અનુભવરૂપ આનંદામૃતમય મોક્ષસુખની પ્રાપ્તિમાં તે દેહ ગળાય તો જ તે સાર્થક છે. એ દેહ સાત ધાતુમય હોવાથી અશુચિરૂપ છે તોપણ તે વડે પરમચિ એવું શુદ્ધાત્મસ્વરૂપ ગ્રહણ કરાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #200 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૮૬ છે. નિર્ગુણ એવા શરીર વડે કેવલજ્ઞાનાદિ અનેક આત્મિક ગુણો પ્રાપ્ત કરાય છે. કહ્યું છે કે “ अथिरेण थिरा मलिणेण णिम्मला णिग्गुणेण गुणसारं । काएण जा विढप्पइ सा किरिया किं ण कायव्वा ।। 1, આ શરીર અસ્થિર છે, મલિન છે તથા નિર્ગુણ છે તેથી જો સ્થિર, નિર્મળ અને સારભૂત એવા જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થતી હોય તો શા માટે ન કરવી જોઈએ ? અર્થાત્ એ શરી૨ વડે પરમાત્મ ગુણોની પ્રાપ્તિ કરવી જ યોગ્ય છે. ૧૪૮ વળી ફરી પણ એ જ કહે છે जेहउ जज्जरु णरय घरु तेहउ जोइय काउ । णरइ णिरंतरु पूरियउ किम किज्जइ अणुराउ ।। १४९ ।। यथा जर्जरं नरकगृहं तथा योगिन् कायः । नरके निरन्तरं पूरितं किं क्रियते अनुरागः।। १४९।। હે યોગિન્ આ કાય તો, જીર્ણ જાજરૂ જેમ; ભરી નિરંતર નર્કથી, ત્યાં શું ક૨વો પ્રેમ? ૧૪૯ હું યોગી ! ઘણાં છિદ્રવાળા ન૨કગૃહ-જાજરૂ જેવું આ શરીર છે. મળમૂત્રથી એ નિરંતર ભરેલું છે. તેમાં પ્રીતિ કેમ કરાય છે? કોઈ પ્રકારે પ્રીતિ કરવા યોગ્ય એ શરીર નથી. સાક્ષાત નરકઘર સમાન આ શરીરમાં નવે દ્વારોમાંથી નિરંતર અશુચિ વહ્યા કરે છે. જ્યારે હું આત્મારામ, તમે તો જન્મમરણાદિ દોષરહિત છો, તેમ ૫૨મ પવિત્ર છો, દ્રવ્યકર્મ, ભાવ-કર્મ-નોકર્મરૂપી મલથી રહિત છો, એવી શરીર તથા આત્માની ભિન્નતા જાણી, શરીરની મમતા છોડી વીતરાગ નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ માટે નિરંતર આત્મભાવના કર્તવ્ય છે. ૧૪૯ દેહની મલિનતા દેખાડે છે दुक्खईं पावइँ असुचियइँ ति हुयणि सयलइँ लेवि । एयाहँ देहु विणिम्मियउ विहिणा वइरु मुणेवि ।। १५० ।। दुःखानि पापानि अशुचीनि त्रिभुवने सकलानि लात्वा एतैः देहः विनिर्मितः विधिना वैरं મા|| || ત્રિભુવનમાં દુ:ખ પાપ ને અશુચિ પુંજ સમસ્ત, તે લઈ વિધિએ તન થયું, માની વેર ગરિષ્ઠ. ૧૫૦ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #201 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૮૭ ત્રણ લોકમાં જેટલાં દુઃખ છે, પાપ છે અને અશુચિ (અપવિત્ર ) પદાર્થો છે, તે સર્વ ભેગાં કરીને બ્રહ્માએ વૈર રાખીને આ કાયા બનાવી છે. આ દેહ દુઃખનું કારણ છે. તેથી જાણે આ દેહુ દુ:ખ પાપ અને અશ્િચ પદાર્થોથી બ્રહ્માએ દુ:ખ આપવા માટે જ બનાવ્યો છે, એમ લાગે છે. શરીર આવું છે તોપણ એમાં રહેલો આત્મા જ્ઞાન-દર્શનનો પુંજ, અજર, અમર તથા અવિનાશી છે, માટે સર્વ દુઃખ, સર્વ પાપ અને સર્વ અશુચિથી મુક્ત થવા એ કાયાથી ભિન્ન પરમ સુખસ્વરૂપ, પરમ નિષ્પાપ પરમ પવિત્ર પરમાનંદનું ધામ એવો સહજ શુદ્ધ આત્મા જ નિરંતર ભાવવા, ધ્યાવવા, આરાધવાયોગ્ય છે. શરીરથી અનેક પ્રકારનાં પાપો થાય છે તેથી શરીર પાપરૂપ છે અને ચિદાનંદ ચિદ્રૂપ પદાર્થ વ્યવહારનયથી શરીરમાં સ્થિત છે તોપણ તે દેહથી ભિન્ન અત્યંત પવિત્ર છે. ૧૫૦ जोइय देहु घिणावणउ लज्जहि किं ण रमंतु । णाणि धम्मे रइ करहि अप्पा विमलु करंतु ।। १५१ ।। योगिन् देहः घृणास्पदः लज्जसे किं न रममाणः। ज्ञानिन् धर्मेण रतिं कुरु आत्मानं विमलं कुर्वन् ।। १५१।। યોગિન, દેહ ઘૃણાસ્પદ, રમતાં શું ન લજ્જાય ? જ્ઞાનિન, કર રતિધર્મમાં, આત્મા નિર્મળ થાય. ૧૫૧ હૈ યોગી, આ દેહ દુગંછાનું સ્થાન છે, તો તેની સાથે રમતાં, પ્રીતિ કરતાં તું શરમાતો કેમ નથી? હૈ જ્ઞાની, આત્માને નિર્મળ કરવા ઇચ્છતો તું ધર્મમાં પ્રીતિ કર. હૈ જીવ, તું સમસ્ત સંસારી વિકલ્પો તજી પોતાના આત્માને કર્મમલથી રહિત પરમ પાવન કરવા શુદ્ધ આત્મ રમણતામય વીતરાગ ચારિત્રરૂપ નિશ્ચય ધર્મમાં ૫૨મ પ્રેમ ધારણ કર, ભક્તિભાવે આરાધના કર, આર્ત, રૌદ્ર આદિ સમસ્ત વિકલ્પો તજી આત્માને પાવન કર. અશુભ વિચાર આત્માને અપવિત્ર બનાવે છે. ૧૫૧ દેહની મમતા છોડવા કહે છે जोइय देहु परिच्चयहि देहु ण भल्लउ होइ । देह विभिण्णउ णाणमउ सो तुहुँ अप्पा जोइ ।। १५२ ।। योगिन् देहं परित्यज देहो न भद्रः देहविभिन्नं ज्ञानमयं तं त्वं आत्मानं भवति । पश्य ।। १५२ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #202 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૮૮ યોગિન, તજ તનભાવને, તન નહિ ભદ્ર કદાય; દેહ-ભિન્ન તે જ્ઞાનમય, આત્મા જો તું સદાય. ૧૫૨ હું યોગી, શરીરની મમતા-શરીર-પ્રીતિ છોડ, કારણ શરીર કદીય સારું નથી. દેહથી અત્યંત ભિન્ન જ્ઞાનમય પોતાના પવિત્ર આત્માને તું જો. એટલે આત્મા વડે આત્માનો અનુભવ કર. ઔદારિક આદિ સર્વ શીરોથી ભિન્ન પોતાના શુદ્ધ આત્માને જો અને કૃષ્ણ, નીલ, કાપોત આદિ અશુભ લેશ્યાઓ તજી એકાગ્ર ચિત્ત થઈ પોતાના શુદ્ધાત્મસ્વરૂપનું ધ્યાન કર. અત્રે શિષ્ય પૂછે છે કે કૃષ્ણાદિ લેશ્યાવાળા જીવોનાં કેવાં પરિણામ હોય ? જે વૈર તજે નહિ, વિષય-કષાયોમાં આસક્ત રહે, નિર્દય હોય, દુષ્ટ હોય તથા કોઈને વશ ન થતો હોય એવો કૃષ્ણ લેશ્માવાળો જીવ હોય છે. આ કૃષ્ણ લેશ્માનું લક્ષણ નીચેની ગાથામાં બતાવે છે– “ चंडो ण मुयइ वेरं भंडणसीलो य धम्मदयरहिओ। दुट्ठो ण य एदि वसं लक्खणमेयं तु किण्हस्स ।। ,, ધન ધાન્યાદિમાં તીવ્ર મૂર્છાવાળો તથા સંસારનાં સુખની તીવ્ર ઇચ્છાવાળો, નીલ લેશ્માવાળો જીવ હોય છે. જે યુદ્ધમાં મરવાને ઇચ્છે છે, પોતાની સ્તુતિથી સંતોષ પામે છે તે કાપોત લેશ્યાયુક્ત છે. આ ત્રણ અશુભ લેશ્યાઓ છોડી તથા અન્ય સર્વ વિભાવભાવોનો તેમ જ દેહભાવનો પણ ત્યાગ કરી દેહથી ભિન્ન એક પોતાના આત્માનો વિચાર કર, તેની જ ભાવના, ધ્યાન, અનુભવ કર કે જેથી મોક્ષની પ્રાપ્તિ થાય. ૧૫૨ दुक्खहँ कारणु मुणिवि मणि देहु वि एहु चयंति । जित्थु ण पावहिं परमसुहु तित्थु कि संत वसंति ।। १५३ ।। दुःखस्य कारणं मत्वा मनसि देहमपि एतत् त्यजन्ति । यत्र न प्राप्नुवन्ति परमसुखं तत्र किं सन्तः वसन्ति।। १५३ ।। તજતા તન પણ મુનિ ગણી, દુ:ખ કા૨ણ મનમાંય; જ્યાં સુખ શ્રેષ્ઠ મળે નહીં, સંત વસે શું ત્યાંય ? ૧૫૩ આ દેહ નરકાદિનાં દુ:ખનું કારણ છે, એમ અંતરમાં જાણીને દઢ કરીને, હૈ જ્ઞાની આત્મા, દેહની મમતાને તું તજી દે. જ્યાં પરમસુખ ન મળે ત્યાં શું સત્પુરુષો નિવાસ કરે ? દેહમાં સુખ નથી પણ સંસાર પરિભ્રમણનાં અનંત દુ:ખનું મૂળ જ દેહ છે, દેહાત્મબુદ્ધિ છે. માટે સત્પુરુષો તો દેહમાંથી મમત્વ તજી ૫૨માનંદરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #203 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૮૯ શુદ્ધ સહજાત્મસ્વરૂપનું જ સેવન કરે છે. અર્થાત્ નિજ શુદ્ધાત્મસ્વરૂપમાં સ્થિર થઈ, નિમગ્ન થઈ દેહાદિ સર્વ પ૨માંથી પ્રીતિ છોડી દે છે. વિષયસુખથી રહિત જે શુદ્ધ આત્માના અનુભવરૂપ પરમ સુખ છે, તે દેહમાં મમત્વ છે ત્યાં સુધી કદી પ્રાપ્ત થતું નથી. તેથી મહાત્મા પુરુષો સર્વ દુ:ખનાં કારણરૂપ દેહમાં વસવાથી ઉદાસીન થઈ, દેહભાવ તજી દઈ, સંસારસુખની સર્વ ઇચ્છાઓ છોડી પરમસુખનું ધામ એવા શુદ્ધ સહજાત્મપદમાં નિવાસ કરે છે, આત્મસુખમાં જ મગ્ન થાય છે. અને જેઓ આત્મભાવના તજી દઈ દેહાદિ પદાર્થોમાં અપાર રાગ કરે છે તેઓ અનંત ભવ ધારણ કરે છે, સંસારમાં ભટકતા ફરે છે. ૧૫૩ હે જીવ, તું આત્મસુખમાં પ્રીતિ કર– अप्पायत्तउ जं जि सुहु तेण जि करि संतोसु । पर सुहु वढ चिंतंताहँ हियइ ण फिट्टइ सोसु ।। १५४ ।। आत्मायत्तं यदेव सुखं तेनैव कुरु सन्तोषम् । परं सुखं वत्स चिन्तयतां हृदये न नश्यति शोषः ।। १५४ ।। આત્માધીન સુખ શ્રેષ્ઠ જે, તેથી ધ૨ સંતોષ; ૫૨ સુખ ચિંતવતાં ઉરે, વત્સ મટે નહિ શોષ. ૧૫૪ હે વત્સ, અન્ય દ્રવ્યની અપેક્ષા વિનાનું જે આત્માધીન શુદ્ધાત્મજ્ઞાનથી ઉત્પન્ન થયેલું સુખ છે, તેનો અનુભવ કરીને સંતોષ ધારણ કર. ઇન્દ્રિયાધીન સુખનું ચિંતન કરનારને હૃદયનો શોષ-અંતરદાહ મટતો નથી. આત્માધીન સુખ પોતાને આધીન છે, આ સુખ માટે પરદ્રવ્યોની અપેક્ષા રાખવી પડતી નથી; વિનાશરહિત છે. વિશ્ર્વરહિત છે, જ્યારે ભોગજન્ય સુખ તો પરાધીન-એટલે પરવસ્તુઓની અપેક્ષાવાળું છે, અર્થાત્ અધ્યાત્મતિ સ્વાધીન છે અને ભોગતિ પરાધીન છે. વળી જેમ નદીઓથી સમુદ્ર તૃપ્ત થતો નથી, લાકડાંથી અગ્નિ શાંત થતો નથી તેમ ઇન્દ્રિયસુખોથી આત્માને શાંતિ-તૃપ્તિ થતી નથી. આ પ્રકારે જાણીને ભોગ સુખને ત્યાગીને 66 ' एदम्हि रदो णिच्चं संतुट्ठो होदि णिच्चमेदम्हि । एदेण हो हि तित्तो तो होहदि उत्तमं सुक्खं ।। 22 તું આત્મસ્વરૂપમાં સદા લીન થા. એમાં જ સંતોષ પામ, એના વડે તૃપ્ત થા, એથી તને ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે. માટે અધ્યાત્મ સુખમાં (१) तिण कट्टेण व अग्गी लवण खमुद्दोणदी सहस्सेहिं । ण इमो जीवो सक्को तिप्पेदुं कामोभोगेहिं ।। १।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #204 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯) સ્થિર થઈ નિરંતર આત્મસ્વરૂપની ભાવના કરવી જોઈએ. કારણકે કામભોગોથી યથાર્થ વૃતિ કદાપિ થઈ શકતી નથી. માટે વિષયસુખોને છોડી અધ્યાત્મસુખનું સેવન કરવું યોગ્ય છે. મિથ્યાત્વ, વિષય, કષાય આદિ બાહ્ય પદાર્થોનું અવલંબન છોડી આત્મામાં તલ્લીન થવું તે અધ્યાત્મ છે. ૧૫૪ આત્માનો જ્ઞાન સ્વભાવ દેખાડે છે अप्पहँ णाणु परिच्चयवि अण्णु ण अत्थि सहाउ। इउ जाणेविणु जोइयहु परहँ म बंधउ राउ।।१५५ ।। आत्मनः ज्ञानं परित्यज्य अन्यो न अस्ति स्वभावः। इदम् ज्ञात्वा योगिन् परस्मिन् मा बधान रागम्।। १५५ ।। આત્માનો નહિ જ્ઞાન વિણ, બીજો કોઈ સ્વભાવ; એ જાણીને યોગિ, ના, -કર પરમાં રતિભાવ. ૧૫૫ વીતરાગ સ્વસંવેદન જ્ઞાન સિવાય આ આત્માનો બીજો સ્વભાવ નથી એટલે શુદ્ધ જ્ઞાનસ્વરૂપ જ આત્મા છે એમ જાણીને હે યોગી પરવસ્તુમાં પ્રીતિ ન બાંધ, ન કર, અર્થાત્ દેહાદિ પરપદાર્થમાં મમત્વબુદ્ધિ ધારણ ન કર. રાગાદિ વિકારો ત્યાગી આત્મસ્વરૂપનો વિચાર કર્તવ્ય છે. આત્મા જ્ઞાનસ્વભાવવાળો છે. આત્મવિચારથી, આત્મજ્ઞાનથી તથા આત્મભાવનાથી કર્મબંધનોથી મુક્તિ થાય છે. માટે પરમાં મમતા ન કર કારણકે પરપદાર્થનો મોહ, આસક્તિ તથા એકત્વબુદ્ધિ શુદ્ધાત્મભાવનામાં અત્યંત બાધક છે. ૧૫૫ આત્મસ્વરૂપની પ્રાપ્તિ અર્થે ચિત્તની સ્થિરતાની જરૂર છેविसय-कसायहिं मण-सलिलु णवि डहुलिज्जइ जासु। अप्पा-णिम्मलु होइ लहु वढ पच्चक्खु वि तासु।। १५६ ।। विषयकषायैः मनःसलिलं नैव क्षुभ्यति यस्य। आत्मा निर्मलो भवति लघु वत्स प्रत्यक्षोऽपि तस्य ।। १५६ ।। વિષય-કષાયે જેનું મન-જળ ના ડો ળાય; આત્મા તેનો વિમળ થઈ, પ્રત્યક્ષ પણ ઝટ થાય. ૧૫૬ હે જીવ, જેનું મનરૂપી જળ વિષયકષાયરૂપી પવન વડે ક્ષોભ પામતું નથી, તેનો આત્મા નિર્મળ થાય છે તથા તરત પ્રત્યક્ષ પણ થાય છે એટલે કે આત્મા શુદ્ધપણે અનુભવાય છે. આ સંસારરૂપ સમુદ્રમાં જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપી મગરમચ્છો છે તથા તેમાં વિષયકપાયરૂપી પ્રચંડ પવન છે. તે પવન જીવોને પરમાત્મસ્વરૂપથી વિમુખ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #205 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૧ કરી દે છે. પણ જે જીવોનું મન વિષયકષાયરૂપ પવનથી ચલાયમાન થતું નથી તેઓનો આત્મા અત્યંત નિર્મળ થાય છે. આત્મા રત્ન સમાન છે. તે અનાદિકાળથી અજ્ઞાનરૂપી પાતાળમાં પડેલો છે, રાગાદિ મળનો ત્યાગ કરવાથી તે શીધ્ર જ નિર્મળ થાય છે તથા તે આત્મા પ્રત્યક્ષ થાય છે અર્થાત્ આત્મદર્શન થાય છે. શુદ્ધ આત્મા પરમ કહેવાય છે. તેની કળા એટલે અનુભૂતિ તે પરમ કળા એટલે આત્માનુભૂતિ પરમ કળા છે તથા તે જ નિશ્ચયદષ્ટિ છે અને તે વડે જ આત્મસ્વરૂપનું અવલોકન થાય છે, એમ આત્મા અસંવેદન જ્ઞાન કરીને ગ્રહણ કરવાયોગ્ય છે. અને મનની સ્થિરતાવાળાને જ તે આત્માનું દર્શન થાય છે. ૧૫૬ अप्पा परहँ ण मेलविउ मणु मारिवि सहस त्ति। सो वढ जोएँ किं करइ जासु ण एही सत्ति।। १५७।। आत्मा परस्य न मेलितः मनो मारयित्वा सहसेति। स वत्स योगेन किं करोति यस्य न ईदृशी शक्तिः ।। १५७ ।। મન વશ કરી ઝટ આતમા, પરમે મળ્યો ન જેહુ; કરશે શું તે યોગથી? શક્તિ ન જેને એહ. ૧૫૭ જેણે પોતાનું મન વશ કરીને આ આત્મા પરમાત્માના ધ્યાનમાં જોડ્યો નથી, જેની એવી શક્તિ નથી તે હે શિષ્ય, યોગ વડે શું કરે? અર્થાત્ ચિત્તની સ્વાધીનતા વિનાનું ધ્યાન પરમાર્થસાધક થઈ શકતું નથી. મિથ્યાત્વ વિષયકપાયાદિના વિકલ્પોમાં પરિણમેલા મનને વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ શસ્ત્ર વડે હણી આત્માને પરમાત્મામાં જડતા નથી તે યોગી માત્ર યોગથી શું કરી શકે? જેનામાં મનને મારવાની શક્તિ નથી તે યોગી પણ શાનો? પરમાત્મામાં જેનું મન લીન છે તે યથાર્થ યોગી છે. સમ્યક યોગી લૌકિક માન-પૂજાદિનો ત્યાગ કરી સંસારની માયાથી દૂર રહી આત્મસ્વરૂપમાં એકાગ્ર રહે છે. ૧૫૭ अप्पा मेल्लिवि णाणमउ अप्पु जे झायहिं झाणु। वढ अण्णाण-वियंभियहँ कउ तहँ केवल-णाणु।।१५८ ।। आत्मानं मुक्त्वा ज्ञानमयं अन्यद् ये ध्यायन्ति ध्यानम्। वत्स अज्ञानविजृम्भितानां कुतः तेषां केवलज्ञानम्।। १५८ ।। આત્મા જ્ઞાનમયી મૂકી, અન્ય કરે જે ધ્યાન; તે અજ્ઞાને પરિણમ્યા, લહે શું કેવળજ્ઞાન? ૧૫૮ જે વીતરાગ સ્વસંવેદન જ્ઞાનરૂપ આત્માને મૂકીને અન્યનું-જગતના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #206 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૯૨ જડ પદાર્થોનું ધ્યાન ધરે છે તે અજ્ઞાનમાં પરિણમેલા જીવોને હૈ વત્સ, કેવલજ્ઞાન કેવી રીતે થઈ શકે? અર્થાત્ ન જ થઈ શકે. જે એક શુદ્ધ પરમ પવિત્ર આત્માને તજીને અન્ય પદાર્થો, જગતના પદાર્થોનું ધ્યાન કરે છે તે યોગી કેવલજ્ઞાન કયાંથી પામી શકે? જોકે સવિકલ્પ અવસ્થામાં ચિત્તની સ્થિરતા અર્થે તથા વિષયકષાયરૂપ દુર્ધ્યાનને દૂર કરવા જિન પ્રતિમા તથા નમસ્કાર મંત્ર આદિનું ધ્યાન કરાય છે, તોપણ નિશ્ચય ધ્યાનના સમયે પોતાનો શુદ્ધ આત્મા જ ધ્યાન કરવા યોગ્ય છે, અન્ય પદાર્થો નહિ. ૧૫૮ નિર્વિકલ્પ ધ્યાન કરનારાઓની પ્રશંસા કરે છે सुण्णउँ पउँ ज्ञायंताहँ वलि वलि जोइयडाहँ। समरसि-भाउ परेण सहु पुण्णु वि पाउ ण जाहँ ।। १५९ ।। शून्यं पदं ध्यायतां पुनः पुनः योगिनाम्। समरसीभावं परेण सह पुण्यमपि पापं न येषाम् ।। १५९ ।। નિર્વિકલ્પ ધ્યાને રહ્યા, ધન્ય યોગીઓ તેહ; ૫૨માં સમરસભાવી જે, પુણ્ય-પાપ વિણ એહ. ૧૫૯ જે યોગીઓને અન્ય પદાર્થો પ્રત્યે સમરસી (સમતા) ભાવ છે અને પુણ્યપાપ પણ ઉપાદેય નથી એવા નિર્વિકલ્પ પદના ધ્યાન કરનારા યોગીઓની હું ફરી ફરી મસ્તક ઝુકાવી પૂજા કરું છું. જે મહાત્માઓ શુભ-અશુભ મન-વચન તથા કાયાના વ્યાપાર તજી ભેદ-વિજ્ઞાનરૂપ આત્મજ્ઞાન કળાથી સ્વસ્વરૂપમાં એકાગ્ર થઈ બ્રહ્મપદનું શૂન્યપદનું ધ્યાન કરે છે, તેઓની હું પૂજા કરું છું, એમ ગ્રંથકાર પોતાના અંતરંગનો ધર્માનુરાગ પ્રગટ કરે છે. યોગીઓ સદા સમરસી (સમતા )ભાવમાં નિમગ્ન રહે છે. એવા યોગીઓ જ આ લોકમાં પૂજવાયોગ્ય છે. સમતાનું લક્ષણ એ છે કે જેને ઇન્દ્ર કે નાનાં જંતુ બન્નેમાં સમાન ભાવ છે, ચિંતામણિ કે કંકરમાં એકસરખો ભાવ છે એટલે કે ઇષ્ટ-અનિષ્ટ કે રાગ-દ્વેષભાવ નથી. સમભાવીની દૃષ્ટિમાં શત્રુ તથા મિત્ર બેય સરખા હોય છે અથવા જ્ઞાનાદિ ગુણ અને ગુણી જે શુદ્ધાત્મ દ્રવ્ય તે બન્નેનું એકીભાવરૂપે પરિણમવું તે પણ સમરસીભાવ છે. ૧૫૯ उव्वस वसिया जो करइ वसिया करइ जु सुण्णु । बलि किज्जउँ तसु जोइयहिं जासु ण पाउ ण पुण्णु ।। १६० ।। उद्वसान् वसितान् यः करोति वसितान् करोति यः शून्यान् । बलिं कुर्वेऽहं तस्य योगिनः यस्य न पापं न पुण्यम्।। १६०।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #207 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૩ ઉજ્જડને વાસિત કરે વાસિત કરી દે શૂન્ય; પુણ્ય-પાપ વિણ યોગિયો પૂજું ગણું હું ધન્ય. ૧૬૦ જે ઉજ્જડને વસાવે છે એટલે પૂર્વે ન થયેલા એવા શુદ્ધોપયોગ રૂપ પરિણામોને સંવેદન જ્ઞાનના બળથી પોતાના હૃદયરૂપ નગરમાં વસાવે છે, -પોતાના હૃદયમાં સ્થાપન કરે છે, અને જે અનાદિકાળના વસી રહેલાં મિથ્યાત્વ આદિ પરિણામોને ઉજ્જડ કરે છે, એટલે અંતરમાંથી કાઢી નાખે છે તથા જેને પાપ અને પુણ્ય નથી તે યોગીની હું પૂજા કરું છું. અનાદિકાળનાં મિથ્યાત્વ રાગાદિ પરિણામોને દૂર કરી શુદ્ધ પરિણામરૂપ વસ્તીને જે વસાવે છે એવા મહાત્માઓ પુણ્ય તથા પાપથી અલિપ્ત રહે છે, અર્થાત્ શુભ તથા અશુભ પરિણામોમાં પરિણમતા નથી. પરંતુ શુદ્ધાત્મભાવરૂપ સ્વસ્વભાવમાં રહે છે તેવા મહાત્માઓને ધન્ય છે. તે જ પૂજા-પ્રશંસાને યોગ્ય છે. ૧૬૦ નિર્વિકલ્પ સમાધિનો ઉપદેશ કરે છે तुट्टइ मोहु तडित्ति जहिं मणु अत्थवणहँ जाइ। सा सामिय उवएसु कहि अण्णे देविं काइँ।। १६१।। त्रुट्यति मोहः झटिति यत्र मनः अस्तमनं याति। तं स्वामिन् उपदेशं कथय अन्येन देवेन किम्।। १६१ ।। મોહ તૂટે ઝટ જેમ ને પામે ચિત્ત વિરામ; સ્વામિન્, તે ઉપદેશ દો, દેવ અવર શું કામ ? ૧૬૧ હે સ્વામી, મને તે ઉપદેશ આપો કે જેથી મારા પરમાત્મસ્વરૂપમાંથી મોહ તરત જ નાશ પામે અને આ ચપળ મન સ્થિર થઈ જાય. બાકી બીજા દેવોનું મારે કામ છે? મોહને લીધે મારો આત્મા અનાદિકાળથી સ્વસ્વરૂપથી વિમુખ થઈ રહ્યો છે. માટે જેથી આત્મા મોહરહિત થઈ શીધ્ર સ્વસ્વરૂપ સન્મુખ થાય તેવો ઉપદેશ આપની પાસે સાંભળવાને હું આતુર છું. અન્ય મિથ્યાત્વી દેવ તથા કુગુરુઓનું મારે કંઈ કામ નથી. ૧૬૧ શ્રીસદ્ગર ઉત્તર આપે છે णास-विणिग्गउ सासडा अंबरि जेत्थु विलाइ। तुट्टइ मोहु तड ति तहिं मणु अत्थवणहँ जाइ।। १६२।। नासाविनिर्गतः श्वासः अम्बरे यत्र विलीयते। त्रुट्यति मोहः झटिति तत्र मनः अस्तं याति।। १६२ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #208 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૪ નાકે નીકલ્યો શ્વાસ જ્યાં, સમાધિમાં લય થાય; ત્યાં તૂટે ઝટ મોહ ને, ચિત્ત અસ્ત થઈ જાય. ૧૬૨ નાકથી નીકળેલો શ્વાસ જ્યાં નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર-લીન થઈ જાય છે, ત્યાં મોહ શીધ્ર નાશ પામે છે અને મન સ્થિર થઈ જાય છે. જ્યારે આ જીવ રાગાદિ પરભાવરહિત એવી નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થાય છે ત્યારે આ ઉચ્છવાસરૂપ વાયુ નાકનાં બન્ને છિદ્રોને તજી પોતાની મેળે અવાંચ્છકવૃત્તિથી તાળ પ્રદેશમાં જે વાળના અષ્ટમાંશ પ્રમાણવાળું છિદ્ર છે ત્યાં ક્ષણમાત્ર રહીને દશમ દ્વારમાંથી નીકળે છે પછી નાસિકામાંથી નીકળે છે, ત્યાર પછી તાળુના છિદ્રમાંથી નીકળે છે. વાયુધારણા ઇચ્છાપૂર્વક થાય છે, તેથી અત્રે પરકલ્પિત વાયુ ધારણારૂપ થાસોચ્છવાસના નાશનું ગ્રહણ નથી. વાયુધારણા ઇચ્છાપૂર્વક થાય છે અને ઇચ્છા મોહના વિકલ્પરૂપ છે, સંયમીને વાયુનો નિરોધ ઇચ્છાપૂર્વક થતો નથી, પણ સ્વાભાવિકપણે થાય છે. કુંભક, પૂરક અને રેચક આદિ પ્રાણાયામનું નામ વાયુધારણા છે, એ ક્ષણમાત્ર છે, પરંતુ અભ્યાસથી અધિક સમય સુધી પણ રહી શકે છે. વાયુધારણાનું ફળ શરીરની આરોગ્યતા આદિ છે. પણ એથી મુક્તિ થતી નથી, કારણકે વાયુધારણા શરીરનો ધર્મ છે, આત્માનો સ્વભાવ નથી. શુદ્ધોપયોગીઓનું મન સહજે વશમાં થાય છે અને શ્વાસ પણ સ્થિર બને છે. શુભોપયોગીઓ મનને સ્થિર કરવા પ્રાણાયામનો અભ્યાસ કરે છે. મન સ્થિર થયા પછી પ્રાણાયામનું કંઈ પણ પ્રયોજન નથી. આત્મસ્વરૂપ કેવલજ્ઞાન દર્શનમય છે. અને શુદ્ધોપયોગીઓ તે આત્મસ્વરૂપમાં એકાગ્ર છે. શુભોપયોગીઓનું મન ચંચળ હોય છે તેથી તેઓ તેને વશ કરવા શ્રી પંચપરમેષ્ઠીનું ધ્યાન-સ્મરણ આદિ કરે છે તથા કારાદિ મંત્રાક્ષરનું ધ્યાન કરે છે. પ્રાણાયામથી મનને વશ કરી આત્મસ્વરૂપમાં જ જોડે છે. શુભોપયોગીઓનું લક્ષ્ય પણ શુદ્ધોપયોગ જ છે, માત્ર વાયુધારણા નથી. જો વાયુધારણાથી મોક્ષ થતો હોય તો આજે પણ વાયુધારણા કરનારાઓનો મોક્ષ થાય. પણ આજે મોક્ષ નથી. મોક્ષ કેવળ આત્મસ્વરૂપમય છે. ૧૬૨ પરમ સમાધિનું કથન કરે છે मोहु विलिज्जइ मणु मरइ तुट्टइ सासु-णिसासु। केवल-णाणु वि परिणमइ अंबरि जाहँ णिवासु।। १६३।। मोहो विलीयते मनो म्रियते त्रुट्यति श्वासोच्छवासः। केवलज्ञानमपि परिणमति अम्बरे येषां निवासः।। १६३ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #209 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૫ સમાધિમાં જો વાસ તો શીઘ્ર મોહ લય થાય; શ્વાસ તૂટે મન પણ મરે કેવલરવિ પ્રગટાય. ૧૬૩ જે મુનિઓ પરમ સમાધિમાં નિવાસ કરે છે, તેમનો મોહ નાશ પામે છે, મન મરી જાય છે, શ્વાસોચ્છવાસ રોકાઈ જાય છે અને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ ગાથામાં અંબર એટલે આકાશ શબ્દથી વિષય-કષાયના વિકલ્પોથી રહિત પરમ સમાધિનું ગ્રહણ છે, પણ આકાશનું ગ્રહણ નથી, વાયુ શબ્દથી કુંભક, પૂરક, રેચક આદિ વાયુનો નિરોધ અર્થ ન કરવો, પરંતુ નિર્વિકલ્પ સમાધિમાં મુનિની ઇચ્છા વગર પવન સ્વયં બ્રહ્મદ્વાર નામનું સૂક્ષ્મછિદ્ર કે જેને તાલુરંધ્ર કહે છે, ત્યાંથી નીકળે છે, તેનું ગ્રહણ છે. ધ્યાની-મુનિઓ પવન રોકવાનો પ્રયત્ન કરતા નથી. પણ સહજ સ્વભાવે પવન સ્થિર થાય છે અને મન પણ સ્થિર થાય છે એવો સમાધિનો પ્રભાવ છે. અન્ય સ્થળે કહ્યું છે કેઅજ્ઞાનીઓ અંબર શબ્દથી આકાશને સમજે છે, પરંતુ જ્ઞાનીઓ તો તે શબ્દથી ધ્યાનના પ્રકરણમાં પરમસમાધિરૂપ નિર્વિકલ્પ દશાને સમજે છે. નિર્વિકલ્પ દશામાં મન મરણ પામે છે, પવનનો ક્ષય થાય છે, સર્વ અંગ ત્રિભુવનની સમાન થાય છે. અર્થાત વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન થવાથી તેમાં સમસ્ત લોક જણાય છે. પરમસમાધિમાં સ્થિત આત્માનો સમસ્ત મોહ નાશ પામે છે. વીતરાગ માર્ગમાં આધ્યાત્મિક યોગની પ્રધાનતા છે, કારણ કે તે યોગથી આત્મા કર્મબંધનોને તોડી મોક્ષપદને પામે છે. બાકી બીજા યોગ શરીર માટે ઉપયોગી છે. વાયુધારણાદિ શરીરની નિરોગતા માટે ઉપયોગી છે પણ આત્મમાર્ગમાં વિશેષ ઉપયોગી નથી. બાહ્ય યોગ તો અજ્ઞાનીઓ પણ સાધી શકે છે. પરંતુ અધ્યાત્મયોગ જ્ઞાનીઓને સિદ્ધ થાય છે. ૧૬૩ जो आयासइ मणु धरइ लोयालोय-पमाणु। तुट्टइ मोहु तड त्तिं तसु पावइ परहँ पवाणु।। १६४।। यः आकाशे मनो धरति लोकालोकप्रमाणम् त्रुट्यति मोहो झटिति तस्य प्राप्नोति परस्य प्रमाणम्।। १६४ ।। સમાધિમાં મન જે ધરે, લોકાલોક-પ્રમાણ; શીઘ્ર મોહ તૂટે, બને, એ પરમાત્મ-પ્રમાણ. ૧૬૪ ૧. એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે, પણ શ્વાસોચ્છવાસ રોધ નથી તેને કલ્યાણનો હેતુ થતો નથી, અને એક જ્ઞાનીની આજ્ઞાપૂર્વક શ્વાસોચ્છવાસનો વિરોધ કરે છે, તો તેને તે કારણથી જે સ્થિરતા આવે છે, તે આત્માને પ્રગટવાનો હેતુ થાય છે-શ્રીમદ્ રાજચંદ્ર ૫. ૪૭ર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #210 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૬ જે ધ્યાની પુરુષ નિર્વિકલ્પ સમાધિમાં મનને સ્થિર કરે છે, તેનો મોહ શીઘ્ર નાશ પામે છે અને તે જ્ઞાનાપેક્ષાએ લોકાલોક પ્રમાણ આત્માને પામે છે. જેમ આકાશમાં જ સર્વ પદાર્થો છે, છતાં આકાશ પોતાના સ્વરૂપમાં જ છે, તેમ ચિકૂપ આત્મા રાગાદિ સર્વ ઉપાધિઓથી રહિત છે, શૂન્ય છે. માટે અત્રે આકાશ શબ્દથી શુદ્ધ સ્વરૂપનું ગ્રહણ છે. વ્યવહારનયથી જ્ઞાન લોકાલોક પ્રકાશક છે અને નિશ્ચયથી સ્વસ્વરૂપ પ્રકાશક છે. આત્માનું કેવલજ્ઞાન લોકાલોકને જાણે છે. તેથી આત્મા પણ જ્ઞાનની અપેક્ષાએ લોકાલોક પ્રમાણ કહેવાય છે, પરંતુ પ્રદેશોની અપેક્ષાએ લોકાલોક પ્રમાણ નથી, અશરીર પ્રમાણ છે. જ્ઞાન પદાર્થોને જાણે છે પણ તેમાં તન્મય થતું નથી. જેમ આંખ પદાર્થને જાણે છે તેમ જ્ઞાન પણ જાણે છે, જો આંખ પદાર્થની સાથે એકમેક થાય તો પદાર્થના ગુણ આંખમાં આવવાથી આંખને પીડા આદિ થાય; અર્થાત્ અગ્નિના જ્ઞાન સમયે આંખને પણ ગરમી લાગે પણ તેમ થતું નથી. તેમ આત્માનું જ્ઞાન પણ પદાર્થો સાથે એકમેક થતું નથી. જો જ્ઞાન એકમેક થઈ પરપદાર્થોને જાણે તો પરનાં સુખદુ:ખને જાણતાં આ આત્માને પણ સુખ-દુઃખ થાય, સુખદુઃખના અનુભવની પ્રાપ્તિ થાય, પણ તેમ થતું નથી, જ્ઞાન પદાર્થોને તથા તેના ધર્મોને જાણે છે પણ તેથી પરનાં સુખદુ:ખને અનુભવતું નથી. અનુભવ તો પોતાનો જ હોય છે. માટે નિશ્ચયથી આત્મા અસર્વગત છે, વ્યવહારનયથી જ્ઞાનાપેક્ષાએ સર્વગત છે અને પ્રદેશોની અપેક્ષાએ નિશ્ચયથી લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે તથા વાસણમાં રાખેલા દીપકની સમાન દેહપ્રમાણ છે. ચારે ગતિમાં જેવું શરીર મળે છે તે પ્રમાણે આત્મપ્રદેશો સંકોચ-વિસ્તાર પામે છે. વ્યવહારનયથી આત્મા સંકોચ-વિકાસનું ભાજન પણ છે. ૧૬૪ देहि वसंतु वि णवि मुणिउ अप्पा देउ अणंतु। अंबरि समरसि मणु धरिवि सामिय णटु णिभंतु।।१६५।। देहे वसन्नपि नैव मतः आत्मा देवः अनंतः। अम्बरे समरसे मनः धृत्वा स्वामिन् नष्ट: निर्धान्तः।। १६५।। સમાધિ સમરસ મન ધરી, આત્મા દેવ અનંત; તન-સ્થિત પણ જાણ્યો નહીં થયો નષ્ટ ભગવંત. ૧૬૫ હે સ્વામી, દેહમાં રહેવા છતાં પણ આત્મરૂપી દેવ અનંત ગુણોના ધામરૂપ છે, તેને સમભાવરૂપ સમાધિમાં મનને ધારણ કરીને મેં જાણ્યો નથી અને તેથી જ આજ સુધી હું ચતુર્ગતિરૂપ સંસારમાં ભટકયો છું. શિષ્ય કહે છે કે આજ સુધી રાગાદિ વિભાવરહિત નિર્વિકલ્પ સમાધિમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #211 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૭ ચિત્તને એકાગ્ર કરી આત્મદેવને મેં જાણ્યો નથી તેથી આટલા કાળ સુધી હું સંસારમાં રખડ્યો છું, અત્યારે આપ એવો ઉપદેશ આપો કે જેથી તે ભ્રમ ટળી જઈ આત્મ-જ્ઞાન પ્રગટ થાય. ૧૬૫ સમતા સહિત સર્વસંગ પરિત્યાગ કરવાથી સંસાર વિચ્છેદ થાય છે એમ કહે છે. सयलवि संग ण मिल्लिया णवि किउ उवसम-भाउ। सिव-पय-मग्गु वि मुणिउ णवि जहिं जोइहिं अणुराउ।।१६६ ।। सकला अपि संगा न मुक्ताः नैव कृतः उपशमभावः। शिवपदमार्गोऽपि मतो नैव, यत्र योगिनां अनुरागः।। १६६ ।। તજ્યા ન સંગ સમસ્ત મેં, કર્યો ન ઉપશમ ભાવ; શિવ-પદ પથ શ્રદ્ધયો ન, જ્યાં, મુનિઓનો વ૨ભાવ. ૧૬૬ घोरु ण चिण्णउ तव-चरणु जं णिय-बोहहँ सारु। पुण्ण वि पाउ वि दड़ढ णवि किमु छिज्जइ संसारु।।१६७।। घोरं न चीर्णं तपश्चरणं यत् निजबोधस्य सारम्। पुण्यमपि पापमपि दग्धं नैव किं छिद्यते संसारः।। १६७।। તપ્યો ન તપ હું ઘોર જે આત્મજ્ઞાનનો સાર; પુણ્ય-પાપ ના બાળિયાં, છેદું કયમ સંસાર? ૧૬૭ જો સર્વ સંગ (પરિગ્રહ) નો ત્યાગ કર્યો નહિ, ઉપશમભાવ ધારણ કર્યો નહિ, યોગીઓને પ્રિય એવા મોક્ષમાર્ગમાં શ્રદ્ધા કરી નહિ, કે આત્મજ્ઞાન સહિત તપશ્ચરણ કર્યું નહિ તથા પુણ્ય-પાપને બાળી નાખ્યાં નહિ તો આ અપાર સંસાર કેમ છેદાય? મિથ્યાત્વ (અતત્ત્વશ્રદ્ધા), રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, ગ્લાનિ અને વેદ એમ ચૌદ પ્રકારે અત્યંતર પરિગ્રહુ તથા ક્ષેત્ર, વાસ્તુ (ગૃહાદિ), હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, દાસ, દાસી, કુપ્ય (વસ્ત્ર), ભાંડ (વાસણ આદિ), એમ દશ પ્રકારે બાહ્ય પરિગ્રહ છે. તે બન્ને પ્રકારના પરિગ્રહનો મેં ત્યાગ કર્યો નહિ. અર્થાત્ તે વસ્તુઓની મમતા ન છૂટી. જીવન-મરણ, સુખ-દુ:ખ, લાભ-અલાભાદિમાં સમતા ન રાખી. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ કલ્યાણના માર્ગને હું ભૂલ્યો. વ્યવહાર રત્નત્રય તથા નિશ્ચયરત્નત્રયને મેં ઓળખ્યાં નહિ, આત્માના વિકારોને જીતવા તપશ્ચરણ આદર્યું નહિ, અને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #212 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮ પુણ્ય સુવર્ણની બેડી સમાન તથા પાપ લોખંડની બેડી સમાન છે એમ યથાર્થપણે મેં જાણ્યું નહિ. ઉપરોક્ત આચરણ કર્યા સિવાય સંસારબંધનોનો ક્ષય કેમ થાય? અર્થાત્ થઈ શકે નહિ. અનાદિકાળથી સંસારમાં ભમતાં આ જીવને તે સંસાર પરિભ્રમણનો અંત કેમ ન આવ્યો? તો કે તેના સદુપાયો યથાર્થ જાણી આદરવામાં આવ્યા નહિ. બાહ્ય અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરી, ઉપશમભાવને પામી, આત્મજ્ઞાન, આત્મદર્શન, આત્મરણતારૂપ મોક્ષમાર્ગ જાણી, આરાધી, આત્મજ્ઞાનના પ્રતાપે સર્વ શુભાશુભ કર્મને બાળીને ભસ્મ કરે તેવા તપશ્ચરણના યોગે, પરમ સમાધિ-સુખે પરિપૂર્ણ નિજ સહજ શુદ્ધ આત્મસ્વરૂપને પામી જીવ સર્વ કર્મથી મુક્ત થઈ સંસારસમુદ્રનો પાર પામી જાય છે. ૧૬૬-૧૬૭ દાન, પૂજા અને પંચપરમેષ્ઠીની વંદના આદિ પરંપરાએ મુક્તિનું કારણ જે શ્રાવક ધર્મ છે તેને કહે છે दाणु ण दिण्णउ मुणिवरहँ ण बि पुज्जिउ जिण-णाहु। पंच ण वंदिय परम-गुरु, किमु होसइ सिव-लाहु।। १६८।। दानं न दत्तं मुनिवरेभ्यः नापि पूजितः जिननाथः। पञ्ज न वन्दिताः परमगुरवः किं भविष्यति शिवलाभः ।। १६८ ।। પૂજ્યા નહિ જિનપતિ, દીધું, મુનિવરને નહિ દાન; પંચપરમ ગુરુ ના નમ્યો, કયમ પામું શિવસ્થાન? ૧૬૮ મહાત્મા મુનિઓને આહારાદિ દાન આપ્યું નહિ, શ્રી જિનેન્દ્ર વીતરાગ ભગવાનની પૂજા આદિ કરી નહિ, પંચપરમેષ્ઠીઓને વંધા નહિ તો મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય? અર્થાત ન જ થાય. આહાર, ઔષધ, જ્ઞાન અને અભયદાન આ ચારે દાન મેં ભક્તિપૂર્વક, સત્પાત્રોને આપ્યાં નહિ, સમ્યગ્દર્શનરૂપ રત્નત્રયના આરાધક એવા મુનિઓને ભાવભક્તિ સહિત આહારાદિ દાન આપ્યાં નહિ તથા ક્ષુધાપિપાસાદિથી પીડાતા દીનદુઃખી જીવોને કરુણાભાવથી ચારે પ્રકારનાં દાન આપ્યાં નહિ, ઇન્દ્ર, નાગેન્દ્ર, નરેન્દ્ર આદિ વડે પૂજ્ય એવા શ્રી જિનેન્દ્રની ભાવભક્તિ સહિત પૂજા કરી નહિ, સમસ્ત વિશ્વમાં પૂજ્ય એવા શ્રી અરિહંત અને સિદ્ધ તથા વીતરાગ માર્ગના પરમ આરાધક એવા શ્રી આચાર્ય ઉપાધ્યાય અને સાધુઓની મન, વચન, કાયાથી જેવી જોઈએ તેવી આરાધના નહિ કરી. તો હે જીવ, આ ધાર્મિક કાર્યો વિના તને મોક્ષલાભ કયાંથી થાય? કારણકે મોક્ષપ્રાપ્તિના આ ઉપાયો છે. ઉપાયોમાં યથાર્થપણે વર્યા સિવાય મોક્ષરૂપ કાર્યસિદ્ધિ કેમ થાય? માટે ઉપર કહેલાં સાધનોમાં આત્માએ વર્તવું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #213 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates જોઈએ. ૧૬૮ ૧૯૯ अद्धुम्मीलिय- लोयणिहिं जोउ कि एमुइ लब्भइ परम- गइ णिच्चिंति अर्धोन्मीलित-लोचानाभ्याम् योगः किं ज्ञंपिताभ्याम्। एवमेव लभ्यते परमगतिः निश्चिन्तं સ્થિતૈ:।।૬૬૧ ।। इंपियएहिं । ठियएहिं ।। १६९ ।। અર્ધ મીચેલાં નયન કે, પૂર્ણ મીચ્ચે શું યોગ ? ચિંતા વિણ એકાગ્ર લે, ધ્યાને શિવ-સંયોગ. ૧૬૯ અર્ધા ઉઘાડેલાં નેત્રોથી અથવા બંધ કરેલાં નેત્રોથી શું ધ્યાનની સિદ્ધિ થવાની છે? અર્થાત્ આંખોની ક્રિયાથી ધ્યાનની સિદ્ધિ થતી નથી, પણ જે ચિંતાઓનો ત્યાગ કરીને આત્મસ્વરૂપમાં એકાગ્રતા ધારણ કરે છે તેને સ્વયમેવ મોક્ષની પ્રાપ્તિ થાય છે. કીર્તિ, માન, લાભ, પૂજાદિની ચિંતા તથા સંસારની બીજી વાસનાઓનો ત્યાગ કરીને જે જીવો સ્વશુદ્ધાત્મસ્વરૂપમાં સ્થિતિ કરે તેઓ મોક્ષ (પૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપ ) ને પામે છે. બાકી આંખોને મીંચવાથી, જ્ઞાન વગરનું ધ્યાન કરવાથી કંઈ આત્મા શુદ્ધ થતો નથી. શુદ્ધ સહજાત્મસ્વરૂપમાં સ્થિરતા થવાથી, તલ્લીનતા થવાથી ધ્યાનની પરમસિદ્ધિ થાય છે તથા તે ધ્યાનના બળે કરીને આત્મા કર્મક્ષય કરીને પરમગતિરૂપ મોક્ષને પામે છે. ૧૬૯ ચિંતાત્યાગની જરૂર બતાવે છે जोइय मिल्लहि चिन्त जइ तो तुट्टइ संसारु । चिंतासत्तउ जिणवरु वि लहइ ण हंसाचारु ।। १७० ।। योगिन् मुञ्चसि चिन्तां यदि ततः त्रुट्यति संसारः । चिन्तासक्तो जिनवरोऽपि लभते न हंसाचारम् ।। १७० ।। યોગિન્ ચિંતા જો તજે તો તૂટે સંસાર; ચિંતાસક્ત જિનેન્દ્ર પણ, લહે ન હંસાચાર. ૧૭૦ હું યોગી, જો તું ચિંતાઓનો ત્યાગ કરીશ તો સંસાર પરિભ્રમણ છૂટી જશે. કારણકે ચિંતાયુક્ત જિનવર-છદ્મસ્થ અવસ્થામાં રહેલા તીર્થંકર દેવ પણ શુદ્ધ સહજાત્મસ્વરૂપ એવા પરમહંસ ૫રમાત્માના આચરણરૂપ શુદ્ધ ભાવને પામતા નથી. હૈ યોગી, નિર્મળ જ્ઞાનદર્શન સ્વભાવવાળા પરમાત્મપદાર્થથી વિમુખ કરનારી ચિંતાઓનો ત્યાગ કરવાથી જ તું સંસારભ્રમણથી છૂટીશ. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #214 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨OO ભવ અને ભાવરૂપ સંસારથી મુક્ત થવાનો ઉપાય ચિંતાત્યાગ છે. ચિંતાયુક્ત જીવને નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થતી નથી. બીજાની તો શી વાત ! પણ તીર્થંકરદેવ પણ જ્યાં સુધી છદ્મસ્થ અવસ્થામાં શુભાદિની ચિંતાવાળા હોય છે ત્યાં સુધી તેઓને પણ શુદ્ધોપયોગની સિદ્ધિ થતી નથી. હંસાચાર એટલે પરમાત્મસ્વરૂપમાં રમણતા પણ બાહ્ય અથવા માનસિક ચિંતાઓના ત્યાગથી જ થાય છે. તીર્થંકરદેવ પણ નિશ્ચિત થઈ વ્રત ધારણ કરે છે, તપ તપે છે, ત્યારે પરમાત્મસ્વરૂપને પામે છે. માટે જાયેલા, સાંભળેલા તથા અનુભવેલા ભોગોની આકાંક્ષાદિરૂપ સમસ્ત વિકલ્પ તજીને, ચિંતા રહિત થઈ, શુદ્ધાત્મતત્ત્વની ભાવના ભાવવી જોઈએ. પરપદાર્થોની ચિંતા તજવાથી આત્મધ્યાન થઈ શકે છે, પણ ચિંતાથી તો ચિત્ત ચલાયમાન થઈ જાય છે, માટે તે હેય છે. ૧૭) जोइय दुम्मइ कवुण तुहँ भव-कारणि ववहारि। बभु पवंचहिं जो रहिउ सो जाणिवि मणु मारि।।१७१।। योगिन् दुर्मतिः का तव भवकारणे व्यवहारे। ब्रह्म प्रपच्चैर्यद् रहितं तत् ज्ञात्वा मनो मारय।।१७१ ।। ભવ-કારણ વ્યવહારમાં, તુજ દુભૂતિ શી અપાર ? બ્રહ્મ પ્રપચ રહિત છે, તે જાણી મન માર. ૧૭૧ હે યોગી, તારી આ દુબુદ્ધિ તે કેવી કે તું સંસારનાં કારણોમાં પુરુષાર્થ કર્યા કરે છે! હવે તો તું માયારહિત બ્રહ્મ-નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપ છે તેને જાણીને મનને માર. | હે જીવ, શું તારી આ દુબુદ્ધિ કે તું સંસારનાં કારણોમાં તન, મન, ધનથી જોડાય છે! અરે ! હવે તે પ્રકારની પ્રવૃત્તિને તજી દઈ સ્વશુદ્ધાત્માને જાણી મનને પરમાત્મસ્વરૂપમાં એકાગ્ર-તલ્લીન કર કે જેથી ભવભ્રમણ ટળી જઈ પરમ સમાધિજન્ય પરમસુખ અનંતજ્ઞાન-આનંદ આદિનો લાભ થાય. વીતરાગ વસંવેદનજ્ઞાનથી શુદ્ધાત્માને જાણીને શુભાશુભ વિકલ્પ જાળરૂપ મનને જીતવું જોઈએ. મનને વશ કર્યા વિના નિર્વિકલ્પ ધ્યાનની સિદ્ધિ નથી. મનને વશ કરવાથી આત્મસ્વરૂપમાં સ્થિરતા થાય છે તથા તેથી નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે. માટે સર્વ શુભાશુભ વ્યવહારનો ત્યાગ કરીને એક શુદ્ધ આત્મતત્ત્વની ઉપાસના કરવી જોઈએ. ૧૭૧ सव्वहिं रायहिं छहिं रसहिं पंचहिं रुवहिं जंतु। चित्तु णिवारिवि ज्ञाहि तुहँ अप्पा देउ अणंतु।।१७२।। સર્વે: રા: મિ: રસૈ: પવૂમિ: પૈ: Tચ્છા चित्तं निवार्य ध्याय त्वं आत्मानं देवमनन्तम्।। १७२ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #215 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૧ સર્વ રાગ જ રસ અને પંચ રૂપે ભમનાર; ચિત્ત રોકી ચિંતવ સદા, આત્મા દેવ અપાર. ૧૭૨ હે પ્રભાકર ભટ્ટ, સર્વ પ્રકારના રાગ વડે, છ પ્રકારના રસ વડે અને પાંચ પ્રકારના રૂપ વડે ચલાયમાન થતા ચિત્તને રોકીને અનંત ગુણવાળા એવા આત્માનું ચિંતવન કર કારણકે આત્મા જ આ સંસારમાં ઉત્તમમાં ઉત્તમ દેવ છે. વીતરાગ પરમ આનંદ-સુખમાં રમણતા કરનાર, કેવલજ્ઞાનાદિ અનંત ગુણવાળા અવિનાશી શુદ્ધ આત્મસ્વરૂપનું એકાગ્ર ચિત્ત થઈને ધ્યાન કર. ચિત્તની એકાગ્રતા અર્થે શુદ્ધાત્મ દ્રવ્યથી ભિન્ન એવા સમસ્ત રાગાદિભાવ તથા રૂપ, રસ, ગંધ સ્પર્ધાદિમાં આસક્તિ ન કર. પરપદાર્થોમાંથી ચિત્તવૃત્તિને નિવારીને નિરંતર એક શુદ્ધાત્મદેવની આરાધના કર. પાંચ ઇન્દ્રિયના ભોગોસર્વ પદાર્થો આ આત્માથી અત્યંત ભિન્ન છે, એમ જાણ. ૧૭૨ જે સ્વરૂપે આત્માને વિચારવામાં આવે તે સ્વરૂપે આત્મા પરિણમે છે, એમ કહે છે जेण सरूविं झाइयइ अप्पा एहु अणंतु। तेण सरूविं परिणवइ जह कलिहउ-मणि मंतु।। १७३।। येन स्वरुपेण ध्यायते आतमा एषः अनंतः। तेन स्वरुपेण परिणमति यथा स्फटिकमणिः मंत्रः।। १७३ ।। ધ્યાવો જે રૂપે તમે, આત્મા દેવ અનંત; તે રૂપે તે પરિણમે, જેમ સ્ફટિકમણિ મંત્ર. ૧૭૩ આ પ્રત્યક્ષ સ્વરૂપ અવિનાશી આત્મા જે સ્વરૂપે ધ્યાન કરાય છે, તે સ્વરૂપે સ્ફટિકમણિ કે ગારુડી આદિ મંત્રની માફક પરિણમે છે. આ આત્મા શુભ-અશુભ તથા શુદ્ધ એમ ત્રણ પ્રકારના ઉપયોગમાં પરિણમે છે. જે આત્મા અશુભનું ધ્યાન કરે તો પાપરૂપે પરિણમે છે, શુભ વડે પુણ્યરૂપે પરિણમે છે અને શુદ્ધ વડ શુદ્ધરૂપે પરિણમે છે. જેમ સ્ફટિક મણિ પાસે રહેલાં રાતા, પીળા આદિ પુષ્પોને લીધે તે પ્રકારે પરિણમન કરે છે, અર્થાત્ તે સ્ફટિક લાલ, પીળો દેખાય છે, ભાસે છે, તેમ જીવ દ્રવ્ય જે ઉપયોગરૂપે પરિણમે છે તે રૂપે ભાસે છે. જેમ ગારુડી આદિ મંત્રોમાંથી ગારુડી મંત્ર ગરુડરૂપ ભાસે છે, અને તેથી સર્પ ડરી જાય છે, તેમ ચિંતનાનુસાર, ભાવાનુસાર આત્મસ્વરૂપ શુભ-અશુભ કે સુખ-દુઃખરૂપ પરિણમે છે. માટે મુમુક્ષુ જીવે રાગાદિ વિકલ્પો તજી એક શુદ્ધ આત્મામાં જ અથવા શુદ્ધ સ્વરૂપના ચિંતવનમાં ચિત્તવૃત્તિ જોડવી જોઈએ. ૧૭૩ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #216 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨ આ ચતુષ્પદ છંદમાં શુદ્ધાત્માનું સ્વરૂપ કહે છેएहु जु अप्पा सो परमप्पा कम्मविसेसें जायउ जप्पा। जामइँ जाणइ अप्पें अप्पा तामइँ सो जि देउ परमप्पा।। १७४।। एष यः आत्मा स परमात्मा कर्मविशेषेण जातः जाप्यः। यदा जानाति आत्मना आत्मानं तदा स एव देवः परमात्मा।। १७४ ।। આ આતમા જ પરમાતમા, કર્મ વસે બહિરાભ; સ્વને સ્વથી જાણ્ય બને, સ્વય દેવ પરમાત્મ. ૧૭૪ આ જે સ્વસંવેદન જ્ઞાને કરી જાણવા યોગ્ય આત્મા છે તે જ પરમાત્મા છે, વ્યવહારનયથી તે અનાદિ કર્મબંધનને લીધે પરનો જ જાપ કરતો પરાધીન થયેલો છે. જ્યારે આ આત્મા આત્મા વડે આત્માને જાણે છે ત્યારે આત્મા જ બની પરમ આરાધ્યદેવ થાય છે. સ્વશુદ્ધાત્મસ્વરૂપના અનુભવકાળે નિજ શુદ્ધ આત્મભાવના-જનિત વીતરાગ સુખના આસ્વાદમાં, અનુભવમાં જે આત્મા રમણતા કરે છે (વી વ્યક્તિ દ્રીતીતિ વેવ.) તે દેવ છે, તે પરમ આરાધ્ય પરમાત્મા છે. આત્મા શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ કવલી ભગવાન સમાન છે. દેહમાં રહેલો આત્મા પણ શક્તિરૂપે પરમાત્મા છે. જો વર્તમાનમાં આત્મા શક્તિરૂપે પરમાત્મા ન હોય તો પછી પુરુષાર્થ એટલે મોક્ષમાર્ગની આરાધના કરવાથી વ્યક્તિરૂપે પરમાત્મસ્વરૂપ કયાંથી પ્રાપ્ત થાય? ત્યારે પરમાત્મસ્વરૂપ પ્રગટે છે તેથી વર્તમાનમાં પરમાત્મપણું શક્તિરૂપે છે એમ માનવું યથાયોગ્ય ગણાય. ૧૭૪ जो परमप्पा णाणमउ सो हउँ देव अणंतु। जो हउँ सो परमप्पु परु एहउ भावि णिभंतु।।१७५।। यः परमात्मा ज्ञानमयः स अहं देवः अनंतः। यः अहं स परमात्मा परः इत्थं भावय निर्धान्तः ।। १७५ ।। જે પરમાત્મા જ્ઞાનમય, તે હું દેવ અનંત; જે હું તે પરમાતમા, એમ ભાવ નિર્કાન્ત. ૧૭૫ જ્ઞાનસ્વરૂપ જે પરમાત્મા છે તે અનંત જ્ઞાનાદિ ગુણયુક્ત દેવરૂપ હું છું. અને જે હું છું તે જ ઉત્કૃષ્ટ પરમાત્મા છે, આ પ્રકારની તું નિઃસંદેહપણે ભાવના કર. જેવો અનંતજ્ઞાનાદિ ગુણોનો ભંડાર શુદ્ધબુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે તેવો હું પણ છું. જો કે વ્યવહારનયથી હું વર્તમાનમાં આઠ પ્રકારનાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #217 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૨૦૩ કર્મોથી ઘેરાયેલો છું, તોપણ નિશ્ચયનયથી મને બંધ-મોક્ષ નથી, જેવું ભગવાનનું સ્વરૂપ છે તેવું જ મારું સ્વરૂપ છે. આત્મદેવ મહામુનિઓને આરાધવા યોગ્ય છે. તે આત્મદેવ અનંતજ્ઞાનાદિ ગુણોનું ધામ છે. તેથી એમ નિશ્ચય થાય છે કે જેવો પરમાત્મા છે તેવો આ આત્મા છે અને જેવો આ આત્મા છે તેવો જ ૫રમાત્મા છે. જે પરમાત્મા છે તે હું છું અને જે હું છું તે ૫રમાત્મા છે. “ અહમ્” શબ્દથી દેહમાં રહેલો આત્મા જાણવો તથા ‘સ’ શબ્દથી મુક્તિપ્રાસ પ૨માત્મા સમજવો, માટે હું શિષ્ય સર્વપ્રકારના સાંસારિક વિકલ્પોનો ત્યાગ કરી એક માત્ર શુદ્ધ પરમાત્માનું ધ્યાન કર. નિશ્ચયથી આ દેહમાં જ શુદ્ધાત્મા છે એમ નિશ્ચય કર. મિથ્યાત્વ આદિ-અનાદિ વિકારોને ઉપશમાવી એક શુદ્ધાત્માની જ ભાવના કરવી જોઈએ. ૧૭૫ આ જ અર્થને દષ્ટાંત દાĒતથી પુષ્ટ કરે છે णिम्मल-फलिहहँ जेम जिय भिण्णउ परकिय भाउ। अप्प सहावहँ तेम मुणि सयलु वि कम्म-सहाउ।। १७६ ।। निर्मलस्फटिकाद् यथा जीव भिन्नः परकृतभावः। आत्मस्वभावात् तथा मन्यस्व सकलमपि कर्मस्वभावम्।। १७६।। વિમલ સ્ફટિકથી ભિન્ન જ્યમ્, હે જીવ ૫૨કૃત ભાવ; તેમ જ આત્મ સ્વભાવથી ગણ સૌ કર્મસ્વભાવ. ૧૭૬ હૈ જીવ, સ્ફટિકમણિમાં ૫૨ વડે કરાયેલા પુષ્પાદિના રંગ સર્વ નિર્મળ સ્ફટિકથી જેમ જુદા છે તેમ આત્મસ્વભાવથી સર્વ કર્મસ્વભાવ જુદો છે. આત્મસ્વભાવ અત્યંત નિર્મળ છે. ભાવકર્મ, દ્રવ્યકર્મ તથા નોકર્મ આ બધાં જડ છે અને એક આત્મા જ ચૈતન્ય સ્વરૂપ છે. અનંત જ્ઞાનાદિ ગુણરૂપ જે ચિદાનંદ છે તેથી સર્વ ૫૨-ભાવ ભિન્ન છે, એમ જાણ. ૧૭૬ દેહ અને આત્મા બન્ને જુદા જુદા છે એવી ભાવના દઢ કરે છેजेम सहाविं णिम्मलउ कलिहउ तेम सहाउ । भंतिए मइलुम मण्णि जिय मइलउ देक्खवि काउ।।१७७।। यथा स्वभावेन निर्मलः स्फटिकः तथा स्वभावः । भ्रान्त्या मलिनं मा मन्यस्व जीव मलिनं दृष्ट्वा कायम् ।। १७७ ।। સ્ફટિક સ્વભાવે વિમલ જ્યમ, તેમ જ આત્મસ્વભાવ; જોઈ મલિન તન ભ્રાન્તિથી, ગણ ન મલિન નિજ ભાવ. ૧૭૭ જેમ સ્ફટિકમણિ સ્વભાવે નિર્મળ છે, તેમ આત્મા પણ સ્વભાવે નિર્મળ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #218 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪ છે, આવા આત્મસ્વભાવને હું જીવ, શરીરની મલિનતા જોઈને, ભ્રાંતિથી મલિન ન માન. જેમ નિર્મળતારે રસ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ; તે જિનવરે રે ધર્મ પ્રકાશિયો પ્રબળ કષાય અભાવ.” શ્રીમદ્દ યશોવિજયજી આ શરીર શુદ્ધબુદ્ધ એ જ્ઞાયક પરમાત્મ પદાર્થથી ભિન્ન છે, મલિન છે, વિનાશી છે અને આત્મા સ્વાભાવિકપણે નિર્મળ, પવિત્ર તથા અવિનાશી છે. પરસંયોગે અશુદ્ધ દેખાય છે પણ નિશ્ચયનયની દૃષ્ટિમાં આત્મા પવિત્ર છે અને મલિનતા પર-પદાર્થની છે. ૧૭૭ ઉપર કહેલી ભેદવિજ્ઞાનની ભાવનાને રક્તપીતાદિ વસ્ત્રના દષ્ટાંતથી ચાર દોહરાઓમાં કહે છે– रत्तें वत्थे जेम बुहु देहु ण मण्णइ रत्तु। देहिं रत्तिं णाणि तहँ अप्पु ण मण्णइ रत्तु।।१७८ ।। रक्तेन वस्त्रेण यथा बुधः देहं न मन्यते रक्तम्। देहेन रक्तेन ज्ञानी तथा आत्मानं न मन्यते रक्तम्।। १७८ ।। રક્ત વસ્ત્રથી જેમ બુધ તન નહિ માને રક્ત; ત્યમ તન ૨ક્તથી જ્ઞાની ના આત્મા માને ૨ક્ત. ૧૭૮ जिण्णिं वत्थिं जेम बुहु देहु ण मण्णइ जिण्णु। देहिं जिण्णिं णाणि तहँ अप्पु ण मण्णइ जिण्णु।। १७९ ।। जीर्णेन वस्त्रेण यथा बुधः देहं न मन्यते जीर्णम्। देहेन जीर्णेन ज्ञानी तथा आत्मानं न मन्यते जीर्णम्।। १७९ ।। જીર્ણ વસ્ત્રથી જેમ બુધ, તન નહિ માને જીર્ણ; ત્યમ તન જીર્ણથી જ્ઞાની ના, આત્મા માને જીર્ણ. ૧૭૯ वत्थु पणट्ठइ जेम बुहु देहु ण मण्णइ णठु। णढे देहे णाणि तहँ अप्पु ण मण्णइ णठु।। १८०।। वस्त्रे प्रणष्टे यथा बुधः देहं न मन्यते नष्टम्। नष्टे देहे ज्ञानी तथा आत्मानं न मन्यते नष्टम्।। १८० ।। વસ્ત્ર-નાશથી જેમ બુધ તન નહિ માને નષ્ટ; ત્યમ તનનાશે જ્ઞાની ના, આત્મા માને નષ્ટ. ૧૮૦ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #219 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૨૦૫ भिण्णउ वत्थु जि जेम जिय देहहँ मण्णइ णाणि । देहु वि भिण्णउँ णाणि तहँ अप्पहँ मण्णइ जाणि ।। १८१ । । भिन्नं वस्त्रमेव यथा जीव देहात् मन्यते ज्ञानी । देहमपि भिन्नं ज्ञानी तथा आत्मानः मन्यते जानीहि ।। १८१।। હે જીવ, જ્ઞાની જ્યમ ગણે, વસ્ત્ર દેહથી ભિન્ન; તેમ દેહ પણ આત્મથી, માને જ્ઞાની વિભિન્ન. ૧૮૧ જેમ કોઈ બુદ્ધિમાન મનુષ્ય લાલ વસ્ત્રથી શરીરને લાલ માનતો નથી, તેમ વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાની શ૨ી૨ લાલ હોવાથી આત્માને લાલ માનતા નથી. જેમ કોઈ બુદ્ધિમાન મનુષ્ય વસ્ત્ર જીર્ણ થવાથી દેહને જીર્ણ થયેલો માનતો નથી, તેમ જ્ઞાની આત્મા શરીરની જીર્ણતાથી આત્માને જીર્ણ માનતા નથી. જેમ કોઈ પ્રજ્ઞાવંત મનુષ્ય વસ્ત્રનાશથી દેહનો નાશ માનતો નથી, તેમ સ્વસંવેદનજ્ઞાની પણ દેહના નાશથી આત્માનો નાશ માનતા નથી. હું જીવ, જેમ જ્ઞાની વસ્ત્રને દેહથી ભિન્ન માને છે, તેમ આત્મજ્ઞ આત્માઓ શરીરને પણ આત્માથી જુદુ માને છે, એમ તું યથાર્થપણે જાણ. જેમ શરી૨ અને વસ્ત્ર એકમેક જેવાં ભાસે છે, પણ વાસ્તવિક રીતે જુદાં છે તેમ આત્મા અને શરીર પણ ભિન્ન છે. વીતરાગ સ્વસંવેદનજ્ઞાની દેહના ધર્મોને આત્માના ધર્મ માનતા નથી, કારણકે બન્નેનાં લક્ષણ જુદાં જુદાં છે. શરીરની રક્તતાથી, જીર્ણતાથી કે વિનાશથી આત્મા રક્ત જીર્ણ કે વિનષ્ટ થતો નથી. જો એકના ધર્મથી બીજાનો વિનાશ થાય તો સંપૂર્ણ દ્રવ્ય-વ્યવસ્થા અવ્યવસ્થિત થઈ જાય. ૧૭૯ થી ૧૮૧ આ દેહ જ શત્રુ છે તેને હું જીવ તું મિત્ર ન જાણ इहु तणु जीवड तुज्झ रिउ दुक्खइँ जेण जणेइ । सो पर जाहि मित्तु तुहुँ जो तणु एहु हणेइ ।। १८२ ।। इयं तनुः जीव तव रिपुः दुःखानि येन जनयति । तं परं जानीहि मित्रं त्वं यः तनुमेतां हन्ति ।। १८२ ।। આ તન જીવ તુજ શત્રુગણ, દુ:ખ ઉપજાવે એહ; તો આ તનને જે હણે, મિત્ર ૫૨મ ગણ તેહ. ૧૮૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #220 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૨૦૬ હૈ જીવ, આ શરીર છે તે તારું દુશ્મન છે, કારણકે તે અનેક દુઃખો ઉત્પન્ન કરે છે. માટે જે આ શરીરનો ઘાત કરે છે તેને તું પરમ મિત્ર જાણ. આ શરીર દુઃખ આપનાર હોવાથી તારો શત્રુ છે. એના ઉપર પ્રેમપ્રીતિ ન કર, શરીરની સેવા કરનાર ઉપર પણ રાગ ન કર. જે આ શરીરનો ઘાત કરે છે તેના પ્રતિ દ્વેષ ન રાખતાં તેને પોતાનો મિત્ર માન. જેમ પાંડવોએ મુનિ અવસ્થામાં ઉપસર્ગ કરનાર કૌરવ કુમા૨ો ઉ૫૨ દ્વેષભાવ ન કર્યો, તેમ જ્ઞાનીઓનો આ સ્વભાવ છે કે તે ઘાતક જીવો પ્રતિ પણ દ્વેષ કરતા નથી. સત્પુરુષો આત્મસ્વરૂપમાં લીન થઈ અપૂર્વ આત્માનંદ આસ્વાદે છે કે જેથી આ જગતમાં કોણ શત્રુ છે કે કોણ મિત્ર છે તેની પણ ખબર રાખતા નથી. ૧૮૨ પાપના ઉદયમાં પણ પોતાનો સ્વભાવ ન તજવો, પણ ધીરજ રાખવી એમ ઉપદેશ કરે છે: उदयहँ आणिवि कम्मु मइँ जं भुंजेवउ होइ । तं सइ आविउ खविउ मइँ सो पर लाहु जि कोइ ।। १८३ । । उदयमानीय कर्म मया यद् भोक्तव्यं भवति । तत् स्वयमागतं क्षपितं मया स परं लाभ एव कश्चित् ।। १८३ ।। ઉદય આણીને કર્મ જે, ખપાવવા મુજ ઇહુ; સ્વયં આવ્યું, ખપાવ્યું તો, લાભ ૫૨મ ગણું એહ. ૧૮૩ ઉદયમાં આણીને જે કર્મ મારે ભોગવી લેવાં જોઈએ તે જ સ્વયં ઉદયમાં આવેલાં છે, તો તેને ખપાવું એ જ કોઈ પરમ લાભ છે. કેટલાક મહાપુરુષો મહાન દુર્ધર તપશ્ચર્યા કરીને કર્મને ઉદયમાં લાવીને વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈને કર્મોને ખપાવે છે. અત્યારે ઉદયમાં આવેલાં કર્મોને જોઈને આત્માને સંતોષ થવો જોઈએ કે જે કર્મોને ક્ષય કરવા અનેક પ્રકારના તપ વગેરેની જરૂર હતી તે કર્મો સ્વયમેવ ઉદયમાં આવી ગયાં છે તેથી મને આનંદ છે એમ માનીને સંતોષ ધરવો જોઈએ. પરિષહ અથવા ઉપસર્ગ આદિને લીધે આવેલા કર્મોદયને જ્ઞાનીઓ સમતાપૂર્વક સહન કરીને કર્મનિર્જરા કરે છે, અને તે કર્મક્ષયને એક મહાન લાભ તરીકે ગણે છે. ૧૮૩ કષાયભાવને રોકવા માટે નિર્વિકલ્પ આત્મતત્ત્વની ભાવના કરવી જોઈએ, એમ પ્રતિપાદન કરે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #221 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૨૦૭ णिट्ठर वयणु सुणेवि जिय जइ मणि सहण ण जाइ । तो लहु भावहि बंभु परु जिं मणु झत्ति विलाइ ।। १८४ ।। निष्ठुरवचनं श्रुत्वा जीव यदि मनसि सोढुं न याति । ततो लघु भावय ब्रह्म परं येन मनो झटिति विलीयते ।। १८४ ।। નિષ્ઠુર વચન સુણી યદિ મનમાં સહ્યું ન જાય; ભાવ શીઘ્ર ૫૨માતમા, કે મન લય ઝટ થાય. ૧૮૪ હે જીવ, કોઈનું કઠોર વચન સાંભળીને જો તું તેને મનમાં સહન કરી શકતો નથી, તો પરબ્રહ્મનું તરત જ ધ્યાન કર કે જેથી આ મન ત્યાં શીઘ્ર તલ્લીન થઈ જાય. પરમાત્માને ધ્યાવવાથી ક્રોધાદિ કષાયો ઉપશાંતતાને પામે છે. કોઈનું કઠોર વચન જો સહન થતું ન હોય તો કષાયભાવને શાંત કરવા માટે આત્મભાવનામાં લીન થઈ જવું યોગ્ય છે. અર્થાત્ તે સમયે આત્મભાવના ભાવવી જોઈએ કે જેથી પોતાને કષાયભાવ જાગૃત ન થાય તથા મન પણ સ્વાધીન થઈ જાય. ૧૮૪ કર્મવશે જીવ ભિન્ન ભિન્ન જાતિઓ પામે છેઃ लोउ विलक्खणु कम्म-वसु इत्थु मवंतरि एइ । चुज्जु कि जइ इहु अप्पि ठिउ इत्थु जि भवि ण पडेइ।। १८५।। लोकः विलक्षणः कर्मवश: अत्र भवान्तरे आयाति । आश्चर्यं किं यदि अयं आत्मनि स्थितः अत्रैव भवे न पतति ।। १८५ ।। લોક વિલક્ષણ કર્મવશ ભમે, ભવોભવ તેમ; સ્વરૂપે સ્થિત તો અહીં ભવે, પડે ન અચરજ કેમ ? ૧૮૫ ૫રમાત્મતત્ત્વથી વિપરીત લક્ષણયુક્ત એવો આ લોકસમુદાય કર્મવશ વર્તતો આ ભવ, પરભવમાં રખડે છે. પણ જો આ જીવ આત્મામાં સ્થિર થાય તો આ ભવમાં પણ ન પડે અને કર્મથી પણ ન લેપાય-તેમાં આશ્ચર્ય શું? જ્યાં સુધી મન આત્મામાં લીન થતું નથી ત્યાં સુધી સંસારમાં પરિભ્રમણ થાય છે, અનેક ભવ ધારણ કરવા પડે છે. પરંતુ આત્મદર્શી થવાથી આત્મા કર્મોને ઉપાર્જન કરતો નથી અને તેથી ભવમાં ભ્રમણ પણ થતું નથી, એમાં કોઈ આશ્ચર્ય નથી. જેને સંસાર અસાર જણાયો છે તે જીવ સંસા૨શરી૨ અને ભોગોથી વિરક્ત થઈ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ તથા કષાયનો ત્યાગ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #222 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮ કરી આત્મભાવનામાં અત્યંતપણે તલ્લીન થાય છે, તત્પર થાય છે. તેથી આત્મભાવનાના બળથી સંસારપરિભ્રમણનો અંત આવે છે. ૧૮૫ ક્રોધ ન કરવો એમ કહે છે अवगुण-गहणइँ महुतणइँ जइ जीवहँ संतोसु। तो तहँ सोक्खहँ हेउ हउँ इउ मण्णिवि चइ रोसु।। १८६।। अवगुणग्रहेन मदीयेन यदि जीवानां सन्तोषः। ततः तेषां सुखस्य हेतुरहं इति मत्वा त्यज रोषम्।। १८६ ।। મુજ અવગુણ ગ્રહીને યદિ, ગણે જીવો સંતોષ; તો સુખહેતુ હું તેમને, ગણી તજી દેજે રોષ. ૧૮૬ જો મારા અવગુણ (દોષ) ગ્રહણ કરવાથી જીવોને સંતોષ થતો હોય તો તેથી હું તેઓને સુખનું કારણ થાઉં છું, એમ માનીને તું રોષનો ત્યાગ કર. યદિ અજ્ઞાની જીવો મારા દોષો ગ્રહણ કરીને સંતોષ પામે છે તો હું તેઓને સુખનું કારણ થાઉં છું. સંસારમાં પરોપકારી પુરુષો તો બીજાઓને ધનાદિ આપીને સુખી કરે છે અને હું તો તેઓને કંઈ પણ આપતો નથી. માત્ર તેઓ દોષ ગ્રહણ કરીને સંતોષ માને છે એમાં મારું શું બગડે છે? એમ માનીને હે જીવ તું રોષ ન કર. અથવા જગતવાસી જીવો મારા અનંતજ્ઞાનાદિ ગુણો ગ્રહણ કરતા નથી; માત્ર દોષ જ ગ્રહણ કરે છે કે જે દોષો માટે કાઢવા જ છે, એમ માનીને હું જીવ તું ક્રોધનો પરિહાર કર. અથવા આ દોષો મારા છે, કહેનાર સત્ય બોલે છે. એમાં મારે રોષ કરવાની શી જરૂર? એમ સમજીને હું જીવ તું રોષત્યાગ કર અથવા મારામાં દોષ નથી તો એના કહેવાથી હું કંઈ દોષવાળો થવાનો નથી એમ સમજીને ક્ષમા રાખવી જોઈએ. સામો જીવ પરોક્ષમાં જ મારા દોષો ગ્રહણ કરે છે. પ્રત્યક્ષમાં તો નહિ, એટલું સારું છે એમ સમજીને ક્ષમા રાખવી. વળી અજ્ઞાની આત્મા વચન માત્રથી જ મારા દોષો ગ્રહણ કરે છે. પણ શરીરને પીડતો નથી માટે મારે ક્ષમા રાખવી યોગ્ય છે. અથવા આ દુષ્ટ જીવ શરીરને પીડા કરે છે પણ મને મારી નાખતો નથી એમ માનીને ક્ષમા રાખવી. અથવા પ્રાણ વિનાશ કરે છે પરંતુ ભેદઅભેદ રત્નત્રયની ભાવનાનો નાશ નથી કરતો, એમ માનીને સર્વ પ્રકારે ક્ષમા કર્તવ્ય છે. આ ગાથામાં ક્ષમા ધારણ કરવાના અનેક ઉપાયો બતાવ્યા છે તે ઉપાયોને આચરવાથી ક્રોધાદિ કષાયો શાંત થાય છે. ૧૮૬ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #223 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૯ સર્વ ચિંતાઓનો નિષેધ કરે છે जोइय चिंति म किं पि तुहुँ जइ बीहउ दुक्खस्स। तिल तुस मित्तु वि सल्लडा वेयण करइ जवस्स।। १८७।। योगिन् चिन्तय मा किमपि त्वं यदि भीतः दुःखस्य। तिलतुषमात्रमपि शल्यं वेदनां करोत्यवश्यम्।। १८७ ।। યોગીન દુઃખથી જો ડરે, તો ચિંતવ નહિ કાય; અલ્પ માત્ર પણ શલ્ય તે અવશ્ય દુ:ખકર થાય. ૧૮૭ હે યોગી જો તું દુ:ખથી ડરે છે તો લોક સંબંધી લેશમાત્ર પણ ચિંતા ન કર. અર્થાત્ આ લોકની સર્વ ચિંતાઓ તજી પરલોકનું સાધન કર. કારણકે તિલ તુષ માત્ર પણ શલ્ય અવશ્ય વેદના ઉપજાવે છે. ચિંતા રહિત પરમાત્માથી ભિન્ન જે વિષય-કષાયની ચિંતા છે તે કોઈ રીતે ત્યાગ કરવા યોગ્ય છે. કારણકે ચિંતા માત્ર દુ:ખનું કારણ છે. એક બાણ કે કાંટો શરીરમાં પેસી ગયો હોય તો કેટલી બધી પીડા આપે છે? તેમ ચિંતા પણ આત્માને ઘણી પીડા આપે છે. ૧૮૭ मोक्खु म चिंतहि जोइया मोक्खु ण चिंतिउ होइ। जेण णिबद्धउ जावडउ मोक्खु करेसइ सोइ।।१८८।। मोक्षं मा चिन्तय योगिन् मोक्षो न चिन्तितो भवति। येन निबद्धो जीवः मोक्षं करिष्यति तदेव।।१८८ ।। મોક્ષનીય તજ ચિંતના, મોક્ષ ન ચિંતિત થાય; બંધાયો જીવ જે વડે, તે છૂટયે શિવદાય. ૧૮૮ હે યોગી! બીજી ચિંતા તો શું? પણ મોક્ષની ચિંતા પણ ન કર. કારણકે ચિંતા કરવાથી મોક્ષ મળતો નથી. પણ ઇચ્છાત્યાગથી મોક્ષ થાય છે. જે કર્મો વડે આ જીવ બંધાયેલો છે તે પરમ નિર્વિકલ્પ સમાધિના બળે જ્યારે છૂટશે ત્યારે મોક્ષ થશે. ચિંતા-ત્યાગથી આત્મા અવશ્ય મોક્ષ પામે છે. અનંત જ્ઞાનાદિ ગુણોની પ્રગટતા તે મોક્ષ છે. જ્ઞાનીઓ પ્રથમ અવસ્થામાં વિષય-કષાયને ટાળવા તથા મોક્ષમાર્ગમાં આત્મપરિણામને દઢ કરવા સભાવનાઓ ભાવે છે, જેમકે “दुक्खक्खओ, कम्मक्खओ, बोहिलाहो, सुगइगमणं । સમાદિમર, નળ સંપત્તી હોય માં !” ચતુર્ગતિનાં દુઃખ નાશ પામો, સર્વ કર્મ ક્ષય થાઓ, જ્ઞાનનો લાભ થાઓ, સુગતિમાં ગમન થાઓ, સમાધિમરણની પ્રાપ્તિ થાઓ અને જિનરાજના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #224 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧) ગુણોની સંપત્તિ મને મળો. અર્થાત્ કેવલજ્ઞાનાદિ ગુણ પ્રગટો ઇત્યાદિ ભાવનાઓ નીચેનાં ગુણસ્થાનોમાં ભાવવા યોગ્ય છે. ઉપરનાં ગુણસ્થાનોમાં વીતરાગ નિર્વિકલ્પ સમાધિના સમયમાં આવા વિચારોને પણ અવકાશ નથી. ત્યાં માત્ર નિર્વિકલ્પદશા હોય છે. ૧૮૮ પરમ સમાધિનું વ્યાખ્યાન કરે છે परम-समाहि-महा-सरहिं जे बुड्डहिं पइसेवि। अप्पा थक्कइ विमलु तहँ भव-मल जति वहेवि।। १८९ ।। परमसमधिमहासरसि ये मज्जन्ति प्रविश्य। आत्मा तिष्ठति विमलः तेषां भवमलानि यान्ति ऊवा।। १८९ ।। પરમ સમાધિ સરોવરે પ્રવેશી તલ્લીન થાય; આત્મ વિમલ સ્થિર તે બને, ભવમલ સૌ વહી જાય. ૧૮૯ જે પરમ સમાધિરૂપ મહાસરોવરોમાં અવગાહન કરીને તેમાં લીન થાય છે તે વિમલ આત્મા સ્થિર થાય છે. અર્થાત્ તે સમયે આત્મા અખંડપણે સ્વરૂપમગ્ન થઈ જાય છે. આત્મસ્વરૂપમાં લીન થયેલા તે યોગીઓનો ભવમળ એટલે કર્મજન્ય અશુદ્ધતા અથવા ભવનાં કારણરૂપ કર્મ, શુદ્ધાત્મપરિણામરૂપ જળના પ્રવાહમાં વહી જાય છે. જેમ નિર્મળ સલિલવાળા સરોવરમાં પ્રવેશ કરીને ત્યાં લીન રહેવાથી રહેનારને શાંતિ મળે છે તથા શારીરિક બાહ્ય મળ પણ દૂર થઈ જાય છે, તેમ સમાધિરૂપ સરોવરમાં અવગાહન કરવાથી આત્મા શાંતિ પામે છે તથા તેના ભાવ-મળ (રાગ-દ્વેષ આદિ વિકારો) દૂર થઈ જાય છે, તે સમાધિરૂપ સરોવરમાં શુદ્ધ પરિણામરૂપ પરમ પવિત્ર અનુપમ નીર છે, જેનાથી ભવભવના મળ દૂર થાય છે. ૧૮૯ सयल-वियप्पहँ जो विलउ परम समाहि भणंति। तेण सुहासुह-भावडा मुणि सयलवि मेल्लंति।।१९०।। सकलविकल्पानां यः विलयः तं परमसमाधि भणन्ति। तेन शुभाशुभभावन् मुनयः सकलानपि मुञ्चन्ति।। १९० ।। સર્વ વિકલ્પ વિલય થયે, પરમ સમાધિ કહાય; તેથી શુભાશુભ ભાવ સૌ, મુનિઓ તજે સદાય. ૧૯૦ રાગાદિ સમસ્ત વિકલ્પોનો જે વિલય થવો તે પરમ સમાધિ કહેવાય છે. તે પરમ સમાધિ વડ મુનિઓ સમસ્ત શુભ-અશુભ ભાવોને તજી દે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #225 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૧ એક શુદ્ધ આત્મા જ પરમ આરાધ્ય છે. તે શુદ્ધ આત્મામાં મગ્ન થઈ મુનિઓ શુદ્ધાત્માથી ભિન્ન એવા સમસ્ત શુભાશુભ ભાવને તજી દે છે. સમસ્ત પદ્રવ્યોની આશાથી રહિત જે પોતાનો શુદ્ધાત્મ સ્વભાવ છે, તે સ્વભાવથી વિપરીત સ્વભાવવાળી આ લોક તથા પરલોકની આશા જ્યાં સુધી મનમાં રહે છે ત્યાં સુધી જીવ દુઃખી છે એમ જાણીને એક શુદ્ધાત્મદ્રવ્યની ભાવના કરવી જોઈએ. કહ્યું છે કે “आसापिसायगहिओ जीवो पावेइ दारुणं दुक्खं। आसा जाहं णियत्ता ताहं णियत्ताइँ सयल दुक्खाइँ।।" આશારૂપી પિશાચ વડે ઘેરાયેલો આ જીવ મહાભયંકર દુઃખ પામે છે. જે મહાત્માઓએ સંસારની આશા તજી છે તેઓ સર્વ દુઃખથી મુક્ત થયા છે, કારણ કે આ લોકમાં આશા જ દુઃખનું મૂળ છે. ૧૯૦ હે જીવ કયા ઇચ્છત હવે હૈ ઇચ્છા દુઃખમૂળ; જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. શ્રીમદ્ રાજચંદ્ર घोरु करंतु वि तव-चरणु सयल वि सत्थ मुणंतु। परम-समाहि विवज्जियउ णवि देक्खइ सिउ संतु।।१९१ ।। घोरं कुर्वन अपि तपश्चरणं सकलान्यपि शास्त्राणि जानन्। परमसमाधिबिवर्जितः नैव पश्यति शिवं शान्तम्।। १९१ ।। ઘોર તપશ્ચર્યા કરે, સૌ શાસ્ત્રોય ભણંત; પરમ સમાધિ રહિત જો, દેખે નહિ શિવ શાંત. ૧૯૧ જે મુનિ મહા દુર્ધર તપશ્ચરણ કરવા છતાં અને સર્વ આગમોને જાણવા છતાં જો પરમ સમાધિરહિત છે તો તે શાંત શુદ્ધ સહજાત્માને જાણતો નથી, દેખી શકતો નથી. સમસ્ત પરદ્રવ્યોની ઇચ્છાના ત્યાગને તપ કહેવામાં આવે છે. જે શુદ્ધાત્માને વિસારીને અનેક પ્રકારનાં કાયક્લેશ આદિ તપ કરે છે તથા શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, પણ નિર્વિકલ્પ સમાધિ પ્રત્યે લક્ષ નથી તો તે તપ તથા તે શાસ્ત્રાભ્યાસ આદિ સાધનો મોક્ષ આપનારાં થતાં નથી. રાગ-દ્વેષરહિત શુદ્ધ આત્મસ્વરૂપ જ પરમશાંત છે. પરમ સમાધિ વિના તે સ્વરૂપની પ્રાપ્તિ થવી ઘણી દુર્લભ છે. જે જીવો એ શુદ્ધ સજાત્માને ઉપાદેય જાણી તપ તથા શાસ્ત્ર સ્વાધ્યાયને સાધન તરીકે ઉપયોગમાં લે છે તેના તપાદિ સફળ મનાય છે. કહ્યું છે કે " आनन्दं ब्रह्मणो रूपं निजदेहे व्यवस्थितम्। ध्यानहीना न पश्यन्ति जात्यंधा इव भास्करम्।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #226 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૨૧૨ જેમ જન્માંધને સૂર્ય દેખાતો નથી, તેમ ૫૨મ સમાધિ વિનાના જીવોને પોતાના દેહમાં રહેલા આત્મા (બ્રહ્મ)નો આનંદ જણાતો નથી. નિજ શુદ્ધાત્મા જ ઉપાદેય છે એમ માનીને શુદ્ધાત્માના સાધકપણાથી-શુદ્ધાત્મપ્રાપ્તિમાં કારણ છે એમ સાધન-શાસ્ત્રોનો અભ્યાસ કરે છે તો પરંપરાથી તે મોક્ષસાધક થાય છે, નહિ તો શુભાચરણથી જીવ પુણ્યબંધ કર્યા કરે છે. ૧૯૧ विसय-कसाय वि णिद्दलिवि जे ण समाहि करंति । ते परमप्पहँ जोइया णवि आराहय होंति ।। १९२ ।। विषयकषायानपि निर्दल्य ये न समाधिं कुर्वन्ति । ते परमात्मनः योगिन् नैव आराधकाः भवन्ति ।। १९२ ।। જે સમાધિ કરતા નથી, છેદી વિષય-કષાય; યોગિન, તે પરમાત્મના આરાધક ન જ થાય. ૧૯૨ વિષય અને કષાયોને મૂળમાંથી દૂર કરીને જે ત્રણ ગુપ્તિરૂપ પરમ સમાધિને ધારણ કરતા નથી તે હું યોગી, પરમાત્માના આરાધક થતા નથી. વિષય-કષાય શુદ્ધાત્મતત્ત્વના શત્રુઓ છે. જ્યાં સુધી તેઓને ટાળવામાં ન આવે ત્યાં સુધી આત્મા પરમાત્માનો આરાધક ન થઈ શકે. વિષય-કષાયના પ્રસંગોથી અત્યંત દૂર રહેનાર પવિત્ર આત્મા જ શુદ્ધાત્માનો આરાધક હોઈ શકે છે, આકંઠ વિષય-કષાયોમાં ડૂબેલા જીવ ૫૨માત્મતત્ત્વથી અત્યંત દૂર છે. સમાધિ-ધ્યાનથી ૫રમાત્માની આરાધના થાય છે. તે ધ્યાનનાં મુખ્ય પાંચ કારણો છે. “ વૈરાગ્યું . તત્ત્વવિજ્ઞાનં, નૈસ્થ્ય વશવિત્તતા जितपरीषहत्वं च पञ्चैते ध्यानहेतवः ।। "" અર્થાત્ વૈરાગ્ય, તત્ત્વજ્ઞાન, નિર્ધન્યતા (પરિગ્રહરહિતપણું ), મનોજય, અને આવેલા ઉપસર્ગ તથા પરિષહોનો જય આ પાંચ ધ્યાનનાં કારણો છે. વિષય-કષાયની નિવૃત્તિરૂપ અને શુદ્ધાત્માનુભૂતિ સ્વભાવવાળો વૈરાગ્ય છે, શુદ્ધાત્માની ઉપલબ્ધિરૂપ તત્ત્વવિજ્ઞાન છે, બાહ્ય અને અત્યંતર પરિગ્રહના ત્યાગયુક્ત નિર્રન્થતા છે, નિશ્ચિતપણે આત્માનુભૂતિરૂપ મનોજય છે, અને વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં બાહ્ય સહાયક-આવેલા ઉપસર્ગોને જીતીને આત્મામાં સ્થિર રહેવારૂપ-પરિષહ જય છે. આ કારણોની પ્રાપ્તિથી ધ્યાન સંપૂર્ણપણે થાય છે અને તેથી પરમાનંદરૂપ પરમાત્માનો અનુભવ થાય છે. ૧૯૨ परम-समाहि धरेवि मुणि जे परबंभु ण जंति । ते भव- दुक्खहँ बहुबिहइँ कालु अणंतु सहंति । । १९३ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #227 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૩ परमसमाधि धृत्वापि मुनयः ये परब्रह्म न यान्ति। ते भवदुःखानि बहुविधानि कालं अनंतं सहन्ते।। १९३ ।। પરમ સમાધિ ધરીય જે પરમાત્મા ન લત; તે મુનિઓ બહુવિધ સહે, ભવદુઃખ કાળ અનંત. ૧૯૩ જે મુનિઓ પરમ સમાધિને ધારણ કરીને પણ આત્માને જાણતા નથી, તે અનેક પ્રકારનાં સંસાર સંબંધી દુ:ખોને અનંતકાળ સુધી ભોગવે છે. અને પરિભ્રમણ કર્યા કરે છે. માનસિક પીડાને આધિ કહે છે, અને દેહ સંબંધી દુ:ખોને વ્યાધિ કહેવામાં આવે છે. પરબ્રહ્મ જાણ્યા વિના આ જીવ આધિવ્યાધિ ઉપરાંત અનેક કષ્ટો સહન કરી રહ્યો છે તથા વીતરાગ પરમ આલાદરૂપ આત્મિક સુખથી સદૈવ વિમુખ રહે છે. માટે દુ:ખથી મુક્ત થવાની ઇચ્છાવાળાએ રાગાદિ વિકારો ત્યજી આત્મામાં સ્થિર થઈ નિજ શુદ્ધ સહજાભ સ્વરૂપની ભાવના કરવી જોઈએ. ૧૯૩ जामु सुहासुह-भावडा णवि सयल वि तुटुंति। परम-समाहि ण तामु मणि केवुलि एमु भणंति।।१९४ ।। यावत् शुभाशुभभावाः नैव सकला अपि त्रुट्यन्ति। परमसमाधिन तावत् मनसि केवलिन एवं भणन्ति।। १९४ ।। પરમ શુભાશુભ જ્યાં સુધી, સર્વ સૂટી નહિ જાય; પરમ સમાધિ ન ત્યાં ઉરે, કહે જ્ઞાની જિનરાય. ૧૯૪ જ્યાં સુધી સમસ્ત શુભાશુભ ભાવો વિકલ્પો છૂટતા નથી ત્યાં સુધી મનમાં પરમ સમાધિ નથી, એમ કેવલી ભગવાન કહે છે. જ્યારે સમસ્ત પ્રકારના શુભ-અશુભ વિકલ્પોનો અભાવ થાય છે ત્યારે પરમ સમાધિ પ્રગટે છે. શુદ્ધાત્માની સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન તથા આચરણરૂપ શુદ્ધોપયોગ લક્ષણવાળી એ પરમ સમાધિ કન્ક્વાય છે. આ પરમ સમાધિ તથા શુદ્ધોપયોગ એકાર્યવાચી શબ્દો છે. ૧૯૪ અરહંતપદ, ભાવમોક્ષ, જીવન્મોક્ષ તથા કેવલજ્ઞાનોત્પત્તિ આ ચારે શબ્દો એક જ વસ્તુને સૂચવનારા છે. सयल-वियप्पहँ तुट्टाहँ सिव-पय-मग्गि वसंतु। कम्म-चउक्कइ विलउ गइ अप्पा हुइ अरहंतु।। १९५।। सकलविकल्पानां त्रुट्यतां शिवपदमार्गे वसन्। कर्मचतुष्के विलयं गते आत्मा भवति अर्हन्।। १९५।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #228 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૨૧૪ તૂટે સર્વ વિકલ્પ ત્યાં, શિવપદ પથે વસાય; ચા૨ કર્મ ક્ષય ત્યાં થતાં, આત્મા અર્હમ્ થાય. ૧૯૫ જે મોક્ષમાર્ગમાં વસતા છતાં નિજ સ્વરૂપમાં સ્થિર રહી સર્વ રાગાદિ વિકલ્પોનો ક્ષય કરે છે, તે આત્મા જ્ઞાનાવરણાદિ ચાર ઘાતિયાં કર્મોનો નાશ થવાથી અરિહંત થાય છે, એટલે ઇન્દ્રાદિ વડે પૂજવાયોગ્ય થાય છે. નિર્વિકલ્પ સમાધિમાં લીન થવાથી આત્માની સાથે રહેલાં એવાં જ્ઞાનાવરણાદિ ઘાતિયાં કર્મો નાશ પામે છે તેથી આત્માને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને તે સમયે આત્મા અરિહંત, કેવલજ્ઞાની તથા જીવન્મુક્ત કહેવાય છે. પછી અઘાતિયાં કર્મોનો વિધ્વંસ કરી સિદ્ધ પરમાત્મા થાય છે. સિદ્ધ પરમાત્મા વિદેહ-મુક્ત કહેવાય છે. અરિહંત તથા સિદ્ધની આરાધના કરવાથી આત્મા પોતાના સ્વરૂપને પામે છે. ૧૯૫ केवल-णाणिं अणवरउ लोयालोउ णियमें परमाणंदमउ अप्पा हुइ केवलज्ञानेनानवरतं लोकालोकं जानन्। नियमेन परमानंदमयः आत्मा भवति अर्हन्।। १९६।। કેવલજ્ઞાને જાણતા લોકાલોક અશ્રાન્ત; આત્મા ૫૨માનંદમય, ખરે બને અર્હત. ૧૯૬ કેવળજ્ઞાન વડે લોકાલોકને નિરંતર જાણતા પરમ આનંદરૂપ આત્મા રત્નત્રયના પ્રતાપે નિયમથી અરિહંત થાય છે. मुणंतु । अरिहंतु ।। १९६ ।। અરિહંત ભગવાનનું જ્ઞાન સમસ્ત પદાર્થોના સમસ્ત પર્યાયોને એકીસાથે એક સમયમાં જાણે છે તથા દર્શનથી દેખે છે. તે જ્ઞાન ઇન્દ્રિય વિનાનું છે, મતિજ્ઞાનની સમાન ક્રમપૂર્વક થતું નથી. તે કેવલી ભગવાનનું સુખ તથા જ્ઞાન અવિનાશી, અતીન્દ્રિય તથા અનંત છે. એમાં શંકા કર્તવ્ય નથી. ૧૯૬ जो जिणु केवल-णाणमउ परमाणंद-सहाउ। सो परमप्पउ परम-परु सो जिय अप्प - सहाउ ।। ९९७ ।। ય जिनः केवलज्ञानमयः परमानन्दस्वभावः । સ: પરમાત્મા પરમપર: સ નીવ આત્મ-સ્વમાવ:।। ૭ ।। જે જિન કેવલ જ્ઞાનમય, ૫૨માનંદ-સ્વભાવ; . તે ૫રમાત્મા ૫૨મ-૫૨, જીવ, સહજાત્મ-સ્વભાવ. ૧૯૭ જે આઠ કર્મરૂપી શત્રુઓને જીતવાથી જિન છે, કેવલજ્ઞાનાદિ અનંત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #229 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૫. ગુણયુક્ત છે, પરમાનંદ સ્વભાવવાળા છે, ઉત્તમમાં ઉત્તમ છે, અને ઉત્કૃષ્ટ અનંત જ્ઞાનાદિ ગુણરૂપ લક્ષ્મી, ઐશ્વર્યવાળા આત્મા છે તે પરમાત્મા છે અને તે આત્માનો સ્વભાવ જ છે. સંસાર અવસ્થામાં નિશ્ચયથી આત્મામાં જિન થવાની શક્તિ વિદ્યમાન છે તેથી સંસારી જીવને પણ શક્તિરૂપે જિનપણું છે અને કેવલી ભગવાન વ્યક્તિરૂપે જિન છે. દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ જેવું ભગવાનનું સ્વરૂપ છે તે જ પ્રમાણે સર્વ જીવોનું સ્વરૂપ છે. નિશ્ચયથી આ જીવ પરબ્રહ્મ, પરમશિવ, તથા જિન આદિ અનેક નામોથી કહેવાય છે. નિશ્ચયનયની અપેક્ષાએ સર્વ જીવો જિનસ્વરૂપ છે તથા જિન પણ સર્વ જીવસ્વરૂપ છે, તેમ કહ્યું છે કે નીવા નિણવર નો મુખડુ નિણવર નીવ મુnડ્ડા સો સમાવિ પરિક્રિય૩, નંદુ ભવ્વાણુ નહે ” જે, જીવોને જિન સમાન માને છે તથા જિનને જીવ સમાન જાણે છે તે સમ્યગ્દષ્ટિ આત્મા પોતાના સ્વભાવમાં સ્થિર થઈને શીધ્ર નિર્વાણને પામે છે. ૧૯૭ પરમાત્મપ્રકાશ શબ્દની વ્યાખ્યા કરે છે सयलहँ-कम्महँ दोसहँ वि जो जिणु देउ विभिण्णु। सो परमप्प-पयासु तुहुँ जोइय णियमें मण्णु।।१९८ ।। सकलेभ्यः कर्मभ्यः दोषेभ्यः अपि यो जिनः देवः विभिन्नः। तं परमात्मप्रकाशं त्वं योगिन् नियमेन मन्यस्व।।१९८ ।। સર્વ કર્મ ને દોષથી, જે જિનદેવ વિભિન્ન; તે પરમાત્મ-પ્રકાશ તું નિયમે ગણ યોગિન્. ૧૯૮ જ્ઞાનાવરણાદિ આઠ કર્મ તથા સુધાદિ અઢાર દોષોથી રહિત જે જિનેશ્વરદેવ છે, તેને હું યોગી, તું પરમાત્મપ્રકાશ નિયમથી માન, અર્થાત્ શુદ્ધાત્મા શ્રી જિન વીતરાગ જ પરમાત્મપ્રકાશ છે. રાગાદિ રહિત ચિદાનંદ એક સ્વભાવવાળા પરમાત્મા સર્વ પ્રકારનાં કર્મોથી તથા અનંતજ્ઞાન-સુખ આદિ ગુણોને આવરણ કરનારા દોષોથી ભિન્ન છે. જે કર્મ તથા દોષોથી રહિત છે તે જ પરમાત્મપ્રકાશ છે. ૧૯૮ केवल-दसणु णाणु सुहु वीरिउ जो जि अणंतु। सो जिण-देउ वि परम-मुणि परम-पयासु मुणंतु।।१९९ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #230 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬ केवलदर्शनं ज्ञानं सुखं वीर्यः य एव अनंतम्। स जिनदेवोऽपि परममुनिः परमप्रकाशं जानन्।। १९९ ।। કેવલ દર્શન જ્ઞાન સુખ, વીર્ય અનંતે પૂર્ણ; તે જિનદેવ પરમ મુનિ લહે પ્રકાશ પ્રપૂર્ણ. ૧૯૯ કેવલજ્ઞાન, કેવલદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય આ અનંતચતુષ્ટય જેને છે તે જિનદેવ છે, તે પરમ મુનિ છે અર્થાત્ પ્રત્યક્ષ જ્ઞાની છે તથા તે કેવલજ્ઞાનરૂપી પ્રકાશથી સમસ્ત પદાર્થોને જાણે છે. લોકાલોકપ્રકાશક કેવલજ્ઞાનથી જે આત્મા સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવને જાણે છે, તે જ પરમ પ્રકાશક પરમાત્મા છે. કેવલજ્ઞાન એક સમયમાં એક સાથે અનંત દ્રવ્ય, અનંતક્ષેત્ર, અનંતકાલ તથા અનંતભાવોને હસ્તામલકવત્ પ્રત્યક્ષ જાણે છે તથા તે જ્ઞાન અવિનશ્વર છે, અનંત છે અને અતીન્દ્રિય છે. ૧૯૯ પરમાત્માનાં અનેક નામ છે जो परमप्पउ परम-पउ हरि हरु बंभु वि बुद्ध। परम-पयासु भणंति मुणि, सो जिण-देउ विसुद्ध।। २००।। ય: પરમાત્મા પરમપ: હરિ: ૪૨: ગ્રંહ્માપિ વૃદ્ધ: परमप्रकाशः भणन्ति मुनयः स जिनदेवो विशुद्धः ।। २०० ।। જે પરમાત્મા પરમ પદ, હરિ હર બ્રહ્મા બુદ્ધ; પરમપ્રકાશ મુનિઓ કહે, તે જિનદેવ વિશુદ્ધ. ૨૦૦ જેને મુનિઓ પરમાત્મા, પરમપદ, હરિ, હર, બ્રહ્મા, બુદ્ધ તથા પરમપ્રકાશ કહે છે, તે રાગાદિ રહિત વિશુદ્ધ જિનદેવ છે. આ બધાં પરમાત્માનાં નામ છે એમ જાણો, અનંત જ્ઞાનાદિ ગુણોનો આધાર હોવાથી પરમાત્મા જ પરમપદ છે. તે જ વિષ્ણુ છે. તે જ મહાદેવ છે. પરબ્રહ્મ પણ તેનું નામ છે. સર્વને જાણનાર હોવાથી બુદ્ધ કહેવાય છે. આ પ્રમાણે અનેક નામો દ્વારા જિનદેવનું જ સ્મરણ કરાય છે. ભિન્ન ભિન્ન રુચિના જીવો જુદા જુદા નામથી જિન ભગવાનને જ આરાધે છે. એક હજાર આઠ નામોથી યુક્ત, મોક્ષનગરના સ્વામી જે ભગવાન જિનેન્દ્ર છે તેને સર્વ આરાધે છે. તે પ્રભુનાં અનેક નામ છે. વાસ્તવમાં તો તે નામ તથા રૂપથી રહિત છે એવા ભગવાનને હે પ્રાણીઓ તમે એકાગ્ર ચિત્ત થઈને આરાધો. ૨OO સિદ્ધસ્વરૂપનું વર્ણન કરે છે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #231 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૭ झाणे कम्म-क्खउ करिवि मुक्कउ होइ अणंतु। जिणवरदेवइँ सो जि जिय पभणिउ सिद्ध महंतु।। २०१।। ध्यानेन कर्मक्षयं कृत्वा मुक्ती भवति अनंतः। जिनवरदेवेन स एव जीव प्रभणितः सिद्धो महान्।। २०१।। કરી કર્મક્ષય ધ્યાનથી, બનતાં મુક્ત અનંત; જિનવરદેવે જીવ, કહ્યા, -તે જ સિદ્ધ ભગત. ૨૦૧ હે જીવ, જે જીવ શુકલધ્યાન વડે કર્મનો ક્ષય કરી મુક્ત થાય છે તથા જે અનંત અને અવિનાશી છે, તે આત્માને ભગવાન જિનેશ્વરે સિદ્ધ પરમાત્મા કહ્યા છે. તે સિદ્ધ પરમાત્મા સૌથી મહાન છે. વિશ્વમાં મહાન પુરુષો સિદ્ધ પરમાત્માની આરાધના કરે છે તેથી સિદ્ધ પરમાત્મા મહાન છે, અથવા કેવલજ્ઞાનાદિ મહાન ગુણોના આધાર હોવાથી સિદ્ધ પરમાત્મા મહાન છે, જ્ઞાનાવરણાદિ આઠ કર્મોથી રહિત છે અને સમ્યકત્વાદિ આઠ ગુણોથી પૂર્ણ છે. અનંત એટલે સિદ્ધ અવસ્થાનો કોઈ કાળે નાશ થવાનો નથી માટે સિદ્ધ પરમાત્મા અનંત છે. સમસ્ત રાગાદિ વિકલ્પ રહિત શુકલ-ધ્યાનમાં સ્થિર થવાથી કર્મોનો ક્ષય થાય છે અને તેથી જીવ સિદ્ધપદ પામે છે. આત્મધ્યાન મોક્ષનું મૂળ કારણ છે. ધ્યાનના બળથી ભૂતકાળમાં અનંત સિદ્ધો થયા છે તથા આગામી કાળમાં પણ ધ્યાનના બળથી અનંત સિદ્ધ થશે. આઠ કર્મના ક્ષયથી સિદ્ધ ભગવાનને આઠ ગુણ પ્રગટે છે. તે આ પ્રકારે: ક્ષાયક સમ્યકત્વ, કેવલજ્ઞાન, કેવલદર્શન, અનંતવીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહન, અગુરુલઘુત્વ અને અવ્યાબાધત્વ. ૨૦૧ अण्ण वि बन्धु वि तिहुयणहँ सासय-सुक्ख-सहाउ।। तित्थु जि सयलु वि कालु जिय णिवसइ लद्ध-सहाउ।।२०२।। अन्यदपि बन्धुरपि त्रिभुवनस्य शाश्वतसुखस्वभावः। तत्रैव सकलमपि कालं जीव निवसति लब्धस्वभावः ।। २०२ ।। વળી શાશ્વત સુખશાલીએ ત્રિભુવન-બંધુ પ્રસિદ્ધ સર્વ કાલ ત્યાંહિજ વસે, લબ્ધ-સ્વભાવ વિશુદ્ધ. ૨૦૨ હે જીવ, વળી સિદ્ધ ભગવાન ત્રણ લોકના બંધુ છે, અવિનાશી શાશ્વત સુખ સ્વભાવવાળા છે તથા જેને પોતાના સ્વભાવની પ્રાપ્તિ થઈ છે એવા તે પરમાત્મા સદાકાળ સ્વસ્વભાવરૂપ મોક્ષમાં જ રહે છે. સિદ્ધ પરમાત્મા ત્રણ લોકના નાથ છે અને ભવ્યાત્માઓ તેઓનું ધ્યાન ધરીને આ અપાર સંસાર સાગરને તરી જાય છે. માટે તેઓ ભવ્ય જીવોના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #232 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૨૧૮ નિષ્કારણ બંધુ છે, હિતકારી છે. તે ભગવાન સદા અવ્યાબાધ અવિનાશી આત્મિક અનંત સુખમાં લીન રહે છે. તેઓ કોઈ કાળે જન્મ ધારણ કરવાના નથી. કારણકે જન્મનાં કારણભૂત એવાં કર્મોનો તેઓએ સર્વથા ક્ષય કર્યો છે. ૨૦૨ નમ્મળ-મરણ-વિવષ્ક્રિયત્ત ઘણ-૧ફ-ટુવા-વિમુ ુ केवल-दंसण-णाणमउ णंदइ तित्थु जि मुक्कु । । २०३ ।। નન્મ-મરણ-વિવર્ણિત: चतुर्गतिदुःखविमुक्तः। केवलदर्शनज्ञानमयः नन्दति तत्रैव મુન્ત:।।૨૦૩।। જન્મ-મ૨ણ વિરહિત એ, ચતુર્ગતિ દુ:ખમુક્ત; કેવલદર્શન જ્ઞાનમય, વિલસે તહીં જ મુક્ત. ૨૦૩ તે સિદ્ધ ભગવાન જન્મ અને મરણથી રહિત છે, ચાર ગતિનાં દુઃખથી તેઓ સર્વકાળને માટે છુટી ગયા છે, કેવલજ્ઞાન તથા કેવલદર્શનયુક્ત છે, આઠ કર્મથી મુક્ત છે અને સિદ્ધાલયમાં સ્વસ્વરૂપમાં નિત્ય આનંદમાં વિલાસ કરે છે. સહજ શુદ્ધ પરમાનંદ એક અખંડ સ્વસ્વભાવમાં જે મગ્ન રહે છે, નર, નારકાદિ ગતિનાં દુ:ખોથી જે સર્વથા મુક્ત થયા છે, જન્મ-મરણરૂપ વ્યાધિઓનો જેને અભાવ છે. સમસ્ત લોકાલોકને એક સાથે જે જાણે છે, અનંતજ્ઞાનાદિ ગુણોનો જે ભંડાર છે એવા સિદ્ધ પરમાત્મા સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ તથા સ્વભાવરૂપ સ્વચતુષ્ટયમાં નિત્ય વસતાં છતાં લોકના અગ્રભાગમાં વિરાજમાન રહે છે. સકળ કર્મોપાધિ રહિત અનંતગુણ સહિત તે પરમાત્મા મોક્ષમાં અનંત આનંદમાં વિલાસ કરે છે. ૨૦૩ હવે પરમાત્મપ્રકાશની ભાવનામાં લીન થયેલા પુરુષોને શું ફળ થાય છે તે બતાવે છે– ते परमप्प-पयासु मुणि भाविं भावहिं सत्थु । मोहु जिणेविणु सयलु जिय ते बुज्झहिं परमत्थु ।। २०४ ।। ये परमात्प्रकाशं मुनयः भावेन भावयन्ति शास्त्रम्। मोहं जित्वा सकलं जीव ते बुध्यन्ति परमार्थम्।। २०४।। જે મુનિ ભાવે ભાવતા, આ ૫૨માત્મ-પ્રકાશ; સર્વ મોહ જીતી તે લહે, જીવ, ૫૨માર્થ-પ્રકાશ. ૨૦૪ હૈ જીવ, જે મુનિઓ ભાવથી આ પરમાત્મપ્રકાશ નામવાળા શાસ્ત્રનું ચિંતન કરે છે, -અર્થાત્ સતત અભ્યાસ કરે છે, તેઓ સમસ્ત મોહને જીતીને શુદ્ધ સહજ આત્મસ્વરૂપ પરમતત્ત્વને જાણે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #233 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૯ વીતરાગ માર્ગ-ઉપાસક કોઈ પણ જીવ સમસ્ત રાગાદિ અશુભ ધ્યાનનો ત્યાગ કરી શુદ્ધ અંત:કરણથી આ પરમાત્મપ્રકાશ શાસ્ત્રનો અભ્યાસ કરે છે તે જીવનો અનાદિકાળનો મોટું ક્ષય થઈ જાય છે તથા તેને ચિદાનંદક સ્વભાવવાળો પરમાત્મા પ્રગટે છે. આ ગ્રંથના અભ્યાસથી આત્મા પરમાત્માના સ્વરૂપને યથાર્થપણે જાણનાર થાય છે. ૨૦૪ अण्णु वि भत्तिए जे मुणहिं इहु परमप्प-पयासु। लोयालोय-पयास-यरु पावहिं ते वि पयासु।। २०५।। अन्यदपि भक्त्या ये जानन्ति इमं परमात्मप्रकाशम्। लोकालोकप्रकाशकरं प्राप्नुवन्ति तेऽपि प्रकाशम्।। २०५।। ભણે ભક્તિથી અન્ય પણ આ પરમાત્મ-પ્રકાશ; લોકાલોક-પ્રકાશ-કર, તે પણ લહે પ્રકાશ. ૨૦૫ અન્ય પણ જે કોઈ ભવ્યાત્મા-મુમુક્ષુ ભક્તિથી આ પરમાત્મપ્રકાશને ભણે, સાંભળે તથા અર્થને ધારણ કરે છે, તે પણ લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાનને પામે છે, અથવા તેના આધારભૂત શુદ્ધ સહજાન્મસ્વરૂપ એવા પરમાત્મતત્ત્વને પામે છે. પરમાત્મપ્રકાશ એટલે પરમાત્મતત્ત્વનો વિચાર કરવાથી, અભ્યાસ કરવાથી આત્માને પરમાત્માનો પ્રકાશ એટલે પ્રગટતા અર્થાત્ જ્ઞાનરૂપ કેવલજ્ઞાન તથા સહજ આત્મરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. પ્રકાશ શબ્દથી કેવલજ્ઞાનનું ગ્રહણ છે. પરમાત્મા જ તે જ્ઞાનનો આધાર છે. આ શાસ્ત્રનો વિચાર કરવાથી આત્મા પરમાત્માનો યથાર્થ વિચાર કરી શકશે. ૨૦૫ जे परमप्प-पयासयहँ अणुदिणु णाउ लयंति। तुट्टइ मोहु तडत्ति तहँ तिहुयण-णाह हवंति।। २०६ ।। ये परमात्मप्रकाशस्य अनुदिनं नाम गृहणन्ति। त्रुट्यति मोहः झटिति तेषां त्रिभुवननाथा भवन्ति।। २०६ ।। જે પરમાત્મ-પ્રકાશનું સ્મરતા નામ સદાય; મોહ શીધ્ર તેનો તૂટે, તે ત્રિભુવનપતિ થાય. ૨૦૬ જેઓ આ પરમાત્મ-પ્રકાશનું નિરંતર નામ લે છે, તેઓનો મોહ તરત તૂટી જાય છે તથા તેઓ ત્રણ લોકના નાથ થાય છે. વ્યવહારથી પરમાત્મપ્રકાશ નામવાળા ગ્રંથનું અને નિશ્ચયથી પરમાત્મપ્રકાશ શબ્દના વાટ્યરૂપ કેવલજ્ઞાનાદિ અનંત ગુણસ્વરૂપ પરમાત્માનું જે આત્માઓ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #234 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૦ નિરંતર સ્મરણ કર્યા કરે છે, તેઓનો અનાદિ કાળનો મોહ ક્ષય થઈ જાય છે. નિર્મોહ શુદ્ધાત્મતત્ત્વની ભાવનાના ફળમાં પ્રથમ દેવેન્દ્ર, ચક્રવર્તી આદિની વિભૂતિ પામીને પશ્ચાત્ જિનદીક્ષા ધારણ કરીને, અને કેવલ જ્ઞાનને ઉત્પન્ન કરીને આત્મા ત્રિલોકનો નાથ થાય છે. ૨૦૬ પરમાત્માના આરાધક પુરુષોનાં લક્ષણ કેવાં હોય તે કહે છે जे भव-दुक्खहँ बीहिया पउ इच्छहिं णिव्वाणु। इह परमप्प-पयासयह, ते पर जोग्ग वियाणु।।२०७।। ये भवदुःखेभ्यः भीताः पदं इच्छन्ति निर्वाणम्। इह परमात्मप्रकाशकस्य, ते परं योग्य विजानीहि।। २०७।। ભવદુઃખથી ભયભીત જે, ઇચ્છે પદ નિર્વાણ; આ પ૨માત્મ-પ્રકાશના, પરમ યોગ્ય તે જાણ. ૨૦૭ જે પુરષો ચતુર્ગતિરૂપ સંસારથી ભય પામ્યા છે, અને એક મોક્ષપદને ઇચ્છે છે, તેઓ આ પરમાત્મપ્રકાશ ગ્રંથના અભ્યાસને યોગ્ય છે. જે મુમુક્ષુઓ ચતુર્ગતિમય સંસારનાં આધિ, વ્યાધિ તથા ઉપાધિ આદિ દુઃખોથી ભયભીત થઈને નિરંતર એક મોક્ષપદની ઇચ્છા કર્યા કરે છે, સ્વર્ગાદિ સુખની ઇચ્છાનો પણ જેને અભાવ છે તેવા મહાત્માઓ આ પરમાત્મપ્રકાશ ગ્રંથનો અભ્યાસ કરવાને યોગ્ય મનાય છે. ૨૦૭ जे परमप्पहँ भत्तियर विसय ण जे वि रमंति। ते परमप्प-पयासयहँ मुणिवर जोग्ग हवंति।। २०८।। ये परमात्मनो भक्तिपराः विषयान् न येऽपि रमन्ते। ते परमात्मप्रकाशकस्य मुनिवराः योग्याः भवन्ति।। २०८ ।। રત પરમાતમ-ભક્તિમાં, પણ વિષયે ન રમંત; તે પરમાત્મ-પ્રકાશને, યોગ્ય મુનિવર સંત. ૨૦૮ જેઓ પરમાત્માની ભક્તિમાં સદા તત્પર રહે છે તથા પાંચ ઇન્દ્રિયના વિષય તથા કષાયોમાં રમણતા કરતા નથી, તે મુનિવરો આ પરમાત્મપ્રકાશ (કે જેમાં યથાર્થ પરમાત્માનું કથન છે તે) પરમાગમના અભ્યાસને યોગ્ય છે. વિષય-કષાયને ત્યાખ્યા સિવાય પરમાત્માની આરાધના અશકય કે અસંભવિત છે. માટે વિષય-કષાયનો ત્યાગ કરનારા મહાત્માઓ પરમાત્મપ્રકાશ ગ્રંથ અથવા પરમાત્મપદના માર્ગને પામે છે. તેમને પરમાત્માની ભક્તિથી વિષયકષાયનો અભાવ થઈ આત્મશાંતિ પ્રગટે છે તથા તેઓનું મન સુલભ અને મનોહર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #235 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૨૨૧ પદાર્થોમાં પણ આસક્ત થતું નથી. ૨૦૮ णाण विक्खणु सुद्ध-मणु जो जणु एहउ कोइ । सो परमप्प-पयासयहँ जोग्गु भणति जि जोइ ।। २०९ ।। ज्ञानविचक्षणः शुद्धमना यो जन ईदृशः कश्चिदपि। तं परमात्मप्रकाशकस्य योग्यं भणन्ति ये योगिनः । । २०९ ।। જ્ઞાન-વિચક્ષણ શુદ્ધ-મન, એવો જન જે કોય; તે પરમાત્મ-પ્રકાશને, યોગ્ય યોગીઓ જોય. ૨૦૯ જે મનુષ્ય સ્વસંવેદન જ્ઞાને કરી વિચક્ષણ એટલે બુદ્ધિમાન છે, અને જેનું મન પરમાત્માની અનુભૂતિથી વિપરીત જે રાગ-દ્વેષ મોહરૂપ સમસ્ત વિકલ્પજાળ છે, તેના ત્યાગથી શુદ્ધ છે, આવો કોઈ પણ સત્પુરુષ હો, તેને યોગીઓ પરમાત્મપ્રકાશ આરાધવાને યોગ્ય કહે છે. જે આત્માઓ આત્મજ્ઞાનના પ્રભાવથી યુક્ત છે, મિથ્યાત્વ, રાગ, દ્વેષ આદિ મળોનો અભાવ થવાથી જેનું ચિત્ત પવિત્ર તથા શુદ્ધ ભાવ યુક્ત છે, એવો પુરુષ પરમાત્મપ્રકાશને વાસ્તવિકપણે આરાધી શકે છે. વ્યવહારથી પરમાત્મપ્રકાશ દ્રવ્યશ્રુત રૂપ છે અને નિશ્ચયથી શુદ્ધાત્મસ્વભાવરૂપ છે, પરમાત્માની અનુભૂતિ સ્વરૂપ છે. માનસિક વિકારો ઉપશમાવવાથી શુદ્ધાત્માને આરાધવાની યોગ્યતા આવે છે. ૨૦૯ આગળ આ શાસ્ત્રનું ફળ તથા પોતાની નમ્રતા દેખાડે છે लक्खण छंद-विवज्जियउ एहु परमप्प-पयासु। છુળરૂ સુહાવરેં માવિયત્ત ઘણ-ાફ-ટુવા-વિનાસુ ।। ૨૬૦।। लक्षणछन्दोविवर्जितः एष परमात्मप्रकाशः । करोति सुभावेन भावितः चतुर्गतिदुःखविनाशम् ।। २९० ।। લક્ષણ છંદ રહિત જે, આ ૫૨માત્મપ્રકાશ; શુદ્ધ ભાવથી ભાવતાં, ભવદુઃખ કરે વિનાશ. ૨૧૦ લક્ષણ તથા છંદરહિત આ પ૨માત્મપ્રકાશ જો શુદ્ધ ભાવોથી ભાવવામાં આવે તો ચાર ગતિનાં દુ:ખોનો નાશ કરે છે. પરમાત્મા શુભ લક્ષણ અને પ્રબંધ ( છંદ ) એ બન્નેથી રહિત છે, અર્થાત્ તેમાં શુભ તથા અશુભ લક્ષણ નથી. તે ૫રમાત્મા અનંતજ્ઞાન દર્શન સ્વરૂપ છે. તેની જે ભાવપૂર્વક આરાધના કરે છે, તેનાં ચતુર્ગતિના દુઃખોનો ક્ષય થાય છે. શુદ્ધ પરમાત્મા વ્યાવહારિક લક્ષણ તથા શ્રુતરૂપ છંદોથી રહિત છે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #236 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૨૨૨ પણ નિજ લક્ષણથી યુક્ત છે, અને આ ૫રમાત્મપ્રકાશ નામનો અધ્યાત્મ ગ્રંથ જોકે ‘દોહક ' છંદરૂપે છે તથા પ્રાકૃત લક્ષણ રૂપે છે તોપણ આ શાસ્ત્રમાં સ્વસંવેદન જ્ઞાનની મુખ્યતા છે; પણ છંદ-અલંકારાદિની મુખ્યતા નથી. છંદ તથા અલંકારાદિની વિપુલતા કાવ્યશાસ્ત્રોમાં દેખાય છે, પરંતુ અધ્યાત્મ શાસ્ત્રોમાં શાંતરસની પ્રધાનતા હોય છે. ૨૧૦ શ્રી યોગીન્દ્રદેવ પોતાની નમ્રતા દેખાડે છે इत्थु ण लेवउ पंडियहिं गुण-दोसु वि पुणरुत्तु । भट्ट-पभायर-कारणइँ मइँ पुणु पुणु वि पउत्तु ।। २९९ ।। अत्र न ग्राह्यः पण्डितैः गुणो दोषोऽपि पुनरुक्तः । भट्टप्रभाकरकारणेन मया पुनः पुनरपि प्रोक्तम् ।। २११ ।। અહીં ગુણ કે પુનરુક્તિરૂપ, દોષ ગ્રહો ન વિબુધ; કહ્યું પ્રભાકર-હેતુ મેં, ફરી ફરી તત્ત્વ વિશુદ્ધ. ૨૧૧ આ ગ્રંથમાં પુનરુક્તિદોષ કે કવિકળાનો ગુણ પંડિતોએ ગ્રહણ ન ક૨વો, કારણકે મારા વડે પ્રભાકર ભટ્ટને સંબોધવા માટે શુદ્ધ સહજાત્મસ્વરૂપ વીતરાગ પરમાત્મતત્ત્વનું આમાં ફરી ફરી વારંવાર કથન કરાયું છે. અધ્યાત્મ શાસ્ત્રોમાં પુનરુક્તિદોષ ગણવામાં આવતો નથી. સમાધિ-તંત્ર (સમાધિશતક) ગ્રંથની સમાન શુદ્ધ આત્મભાવનાપ્રધાન આ ગ્રંથમાં પણ પુનઃ પુનઃ શુદ્ધ સહજાત્મસ્વરૂપનું કથન કરવામાં આવ્યું છે. જીવોને સમજવા અર્થે આ ગ્રંથમાં મુખ્યપણે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ વિશેષપણે બતાવ્યું છે. તેમાં ૫૨માત્મસ્વરૂપ જ ઉપાસવા યોગ્ય છે, ભાવવા યોગ્ય છે, વિચારવા યોગ્ય છે તથા તે પ્રમાણે આત્મપરિણતિ કરવી યોગ્ય છે. ૨૧૧ શ્રી યોગીન્દ્રાચાર્ય જ્ઞાનીઓ પાસે પ્રાર્થના કરે છે जं मइँ किं पि विजंपियउ जुत्ताजुत्तु वि इत्थु । तं वर-णाणि खमंतु महु जे बुज्झहिं परमत्थु ।। २१२ ।। यन्मया किमपि विजल्पितं युक्तायुक्तमपि अत्र । तद् वरज्ञानिनः क्षाम्यन्तु मम ये बुध्यन्ते परमार्थम्।। २१२ ।। યોગ્ય અયોગ્ય પણ જે કંઈ કહેવાયું અહીં હોય; ૧૨ જ્ઞાની ૫૨માર્થવિદ્, ક્ષમા કરો મુજ સોય. ૨૧૨ આ ગ્રંથમાં મારા વડે જે કંઈ યોગ્ય અથવા અયોગ્ય કહેવાયું હોય તેને માટે પરમાર્થને જાણનારા એવા પરમજ્ઞાનીઓ મને ક્ષમા કરશો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #237 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૩ હું છદ્મસ્થ છું તેથી જો કદાચિત મારા વડ શબ્દમાં, અર્થમાં તથા છંદમાં જે કંઈ અયુક્ત (અયોગ્ય) કહેવાયું હોય તો તે મારો દોષ મહાજ્ઞાની પુરુષો ક્ષમા કરશો. ૨૧ર जं तत्तं णाण-रूवं परम-मुणि गणा णिच्च झायंति चित्ते, जं तत्तं देह-चत्तं णिवसइ भुवणे सव्व-देहीण देहे। जं तत्तं दिव्व-देहं तिहुवण-गुरुगं सिज्झए संत-जीवे तं तत्तं जस्स सुद्धं फुरइ णिय-मणे पावए सो हि सिद्धिं ।। २१३।। यत् तत्त्वं ज्ञानरूपं परममुनिगणा नित्यं ध्यायन्ति चित्ते. यत् तत्त्वं देहत्यक्तं निवसति भुवने सर्वदेहिनां देहे। यत् तत्त्वं दिव्यदेहं त्रिभुवनगुरुकं सिध्यति शान्तजीवे , तत् तत्त्व यस्य शुद्धं स्फुरति निजमनसि प्राप्नोति स हि सिद्धिम्।। २१३ ।। શાર્દૂલવિક્રીડિત છંદ: ધ્યાવે જ્ઞાનસ્વરૂપ તત્ત્વ ઉરમાં નિત્યે મુનિવૃન્દ જે, એ કાયા વિણ તોય સર્વ તનમાં વિશ્વ વસે તત્ત્વ જે; સીધે શાન્ત જીવો ત્રિભુવનગુરુ આરાધી જે તત્ત્વને; આપે સિદ્ધિ સ્વયં સ્કુરે વિમલ જો, જેના ઉરે તત્ત્વ છે. ૨૧૩ જે તત્ત્વ રાગાદિ મલરહિત હોવાથી શુદ્ધ છે, જ્ઞાનરૂપ છે તથા પરમ મુનિઓ જેનું હંમેશાં ચિત્તમાં ધ્યાન કરે છે, જે તત્ત્વ આ લોકમાં સર્વ પ્રાણીઓના શરીરમાં વિદ્યમાન છે છતાં પોતે શરીરરહિત છે, જે તત્ત્વ દિવ્યદેહ એટલે કેવલજ્ઞાન કેવલદર્શનરૂપ દેહને ધારણ કરવાવાળું છે, જે ત્રણ લોકમાં મહાન છે તથા જેને આરાધીને શાંત પરિણામી જીવોને સિદ્ધપદ પ્રાપ્ત થાય છે, તે પવિત્ર નિજ આત્મતત્ત્વ જેને પોતાના અંતરમાં પ્રગટ પ્રકાશમાન થાય છે તે સાધુ પુરુષ સિદ્ધિને પામે છે. ઉપર બતાવેલાં લક્ષણવાળું તત્ત્વ નિજ શુદ્ધ સહજ્જાત્મસ્વરૂપ જેના અંતરાત્મામાં પ્રગટ થાય છે તેઓ પરમસિદ્ધિરૂપ મોક્ષને પામે છે. અવ્યાબાધ અનંત સુખાદિ ગુણોવાળું તે પરમાત્મતત્ત્વ જ ત્રણ લોકમાં ગુરુ-પુજ્ય છે; તે સંતપુરુષોનાં હૃદયમાં આ તત્ત્વ પ્રગટે છે, કે જે સંતપુરુષો સંસારની પૂજા આદિની કામના કે તેવા સમસ્ત વિકલ્પજાળથી વિરમી પરમ શાંત સ્વભાવમય નિજ સહજાભદશામાં મગ્ન થાય છે. ૨૧૩ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #238 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪ ગ્રંથના અંતિમ મંગળ માટે આશીર્વાદરૂપ નમસ્કાર કરે છે परम-पय-गयाणं भासओ दिव्व-काओ, मणसि मुणिवराणं मुक्खदो दिव्ब-जोओ। विसय-सुह-रयाणं दुल्लहो जो हु लोए, जयउ सिव-सरूवो केवलो को वि बोहों।। २१४ ।। परमपदगतानां भासको दिव्यकायः मनसि मुनिवराणां मोक्षदो दिव्ययोगः। विषयसुखरतानां दुर्लभो यो हि लोके; जयतु शिवस्वरूपः केवलः कोऽपि बोधः।। २१४ ।। પરમ-પદ-સ્થિતોની ભાસ્વતી દિવ્ય કાયા. મુનિવર મન શુકલ-ધ્યાન મોક્ષ પ્રદાતા; વિષય-સુખ-રતોને લોકમાં ના સુલભ્ય; શિવરૂપ જય હો તે, કેવલજ્ઞાન રમ્ય! ૨૧૪ પરમપદ એટલે આ જગતમાં સર્વોત્કૃષ્ટ એવા અરિહંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠીરૂપ પંચ પરમપદ. તેમાં સૌથી પ્રથમ અરિહંત પદમાં વિરાજતા શ્રી સહજાન્મસ્વરૂપ જીવન્મુક્ત પરમાત્માનું હજારો સૂર્યના પ્રકાશથી અધિક દેદીપ્યમાન પરમ ઔદારિક શરીર હોય છે. (૧) તેવા પ્રકાશમાન દિવ્ય શરીરના ધારક તે સર્વજ્ઞ અરિહંત પરમાત્મા, (૨) તથા મહામુનિવરોનાં મનમાં મોક્ષને આપનાર દ્વિતીય શુકલધ્યાનરૂપ વીતરાગ નિર્વિકલ્પ સમાધિસ્વરૂપ જે દિવ્યયોગ તે દિવ્યયોગ, (૩) અને જેનો કેવલજ્ઞાન સ્વભાવ છે એવી અપૂર્વ જ્ઞાનજ્યોતિ કે જે અનંત સુખમય શિવરૂપ, કલ્યાણરૂપ છે તે કેવલજ્ઞાનરૂપ કોઈ અપૂર્વ બોધ-આ ત્રણેય કે જેની પ્રાપ્તિ વિષય-સુખમાં રક્ત જીવોને મહાદુર્લભ છે, તે આ વિશ્વમાં ત્રિકાળ જયવંત વર્તો! અર્થાત્ વિષયાસક્ત જીવોને દુર્લભ અનંતગુણનું ધામ એવું શ્રી સહજાત્મ સ્વરૂપ પરમાત્મતત્ત્વ આ જગતમાં સદાય જયવંત વર્તા! જીવન્મુક્તિના અનંત આનંદમાં વિલસતા એવા સર્વજ્ઞ વીતરાગ અરિહંત પરમાત્મા જગત્ જીવોના ઉદ્ધાર માટે નિષ્કામ કરૂણાશીલતાથી અપૂર્વ દિવ્ય દેશના-અમૃત અર્થાત્ બોધવૃષ્ટિરૂપ અમૃત-વર્ષા વરસાવતા આ આર્યભૂમિને વિભૂષિત કરતા સંસારસમુદ્રથી તરવાનો માર્ગ, તે તીર્થ, તેને કરનાર, પ્રવર્તાવનાર તે તીર્થકર ભગવાન, સનાતન સદ્ધર્મનો પ્રકાશ કરનાર ત્રિકાલ જયવંત વર્તો. તેમના બોધને શ્રવણ કરીને દેહાધ્યાસ-દેહમમત્વરૂપ દર્શનમોહને હણીને ચારિત્રમોહને હણવા માટે ઉધત થયેલા પરમ મુનિવરો શુકલધ્યાનમાં સ્થિર થઈ ક્ષપક શ્રેણીમાં આરૂઢ થઈ ચાર ઘાતિ કર્મને હણી કવલજ્ઞાન અને મોક્ષ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #239 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૫ જેના પ્રતાપે પામે છે તે મુનિવરોનો પરમ દિવ્ય યોગ, વીતરાગ નિર્વિકલ્પ સમાધિ પણ ત્રિકાલ જયવંત વર્તો! અને તે પરમજ્ઞાની પુરુષોનો કેવલજ્ઞાનભાસ્કર અર્થાત્ દિવ્ય જ્ઞાનજ્યોતિ કે જે અનંત સુખમય શિવરૂપકલ્યાણરૂપ છે, અને જે વિષયાસક્ત જીવોને દુર્લભ છે તે અપૂર્વ બોધ કેવળજ્ઞાન પણ ત્રિકાલ જયવંત વર્તા! જગતમાં મોહાધીન જીવોને દુર્લભ, સાક્ષાત્ પરમાત્મપ્રકાશકર એવી એ સર્વોત્કૃષ્ટ વીતરાગ વિભૂતિઓ સર્વ જગત જીવોનું પરમ કલ્યાણ કરવા સમર્થ સર્વદા જયવંત વર્તો, કે જેના પ્રતાપે, જેના અવલંબને, પરમાત્મપદાભિલાષી નિજ શુદ્ધ સહજાત્મ સ્વરૂપને સાધનાર, સર્વ મોક્ષાર્થી સસાધક વૃન્દ, અપૂર્વ આત્મજ્ઞાન દશા પ્રગટાવી, આ અપાર સંસાર દુ:ખ-દરિયાને તરી જઈ, પ્રાંતે અનંત અવિનાશી શાશ્વત શાંતિ, અને સમાધિ-સુખે પ્રપૂર્ણ અખંડ આનંદના ધામરૂપ એવા નિજ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ સહજ સ્વરૂપ પરમાત્મપ્રકાશને પામી પરમ કૃતાર્થ થઈ શાશ્વત સિદ્ધિપદમાં જઈ વિરાજે. ૨૧૪ તથાસ્તુ ઇતિ શિવમ્. અંતમંગલ: શાર્દૂલવિક્રીડિત છંદ: જ્ઞાનાનંદ અમંદમાં વિલસતા તત્ત્વજ્ઞચિંતામણિ ધ્યાવું શ્રીમદ્ રાજચન્દ્ર, પ્રતિમા-શાંતિ સમાધિતણી. આજ્ઞા એક અનન્ય આશ્રયવડે આરાધી શુદ્ધાત્મની, સ્વાત્માનુભવજન્ય શાશ્વત વરું સંપત્તિ મુક્તાત્મની. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #240 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 226 હરિગીત છંદ: જેના પ્રતાપે અંતરે પરમાત્મ પૂર્ણ પ્રકાશતો, જેથી અનાદિનો મહા મોહાન્ધકાર ટળી જતો; બોધિ સમાધિ શાંતિ સુખનો સિંધુ જેથી ઉછળતો, તે રાજચન્દ્ર પ્રશાન્ત કિરણો ઉર મુજ ઉજાળજો. તન ધન સ્વજન સૌ ભિન્ન મુજથી, અજગણી ભવભવ ભમ્યો, લઘુરાજ સ્વામી સ્વ૫દરામી, પામી એ ભ્રમ વિરમ્યો; ગુરુરાજ આજ્ઞા પીયૂષ-પાને, અમર સહજાભા સ્માર્યો, એ દિવ્ય પરમાત્મ-પ્રકાશક જ્યોતિર્ધર ઉરમાં ધર્યો. શ્રી રાજચન્દ્રાશ્રમ અગાસે દિવ્ય નંદનવન સમો, સહજાત્મસાધક પામતા આહ્વાદ અનુભવ અનુપમો; અધ્યાત્મ-રંગ-તરંગ-રંગિત આત્મ-આનંદે વહ્યો, કરી પધ આ અનુવાદ ગુરુશરણે કૃતારથ હું થયો. મતિમંદતાથી તે વિષે કિંચિત્ આશયભેદ જો, પદ અર્થ ન્યૂનાધિક કિંવા કંઈ જણાયે લેશ જો; તો સુજ્ઞ સજ્જન શુદ્ધ કરજો અલ્પ મુજ બુદ્ધિ ગણી, ગુરુરાજ સુણીને 'રાવ જીવન્મુક્તિ દેજો અમતણી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ચૈત્ર શુકલા ત્રયોદશી, શ્રી મહાવીર જયંતી વિક્રમ સંવત 2012, આશ્રમ, અગાસ 1. સહાયતા માટેની આજીજી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com