Book Title: Papane Bandhyu Paniyaru
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/008918/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે Hiાં પાણિયારું શ્રી પ્રિયદર્શન For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાશાયાહ મહાસતી નષિદનાની સુનીતરતી કથા... દર્દભરી વ્યથા.. અને સત્ય તથા સાની અગનપરીક્ષા મહાસતી હિંદતાની આસપાસ વેચાયેલી આ પ્રાચીન વાર્તા, આજે પણ... આજના દેશકાળમાં પણ એટલી જ પ્રેરણાદાયી અને આદધ છે. હદયdi cરોને ઝણઝણાવી દેનારી આ રોમાંચક કથા દરેક સ્ત્રી-પુરુષ ઘાંચી જ રહી શ્રી પ્રિયદર્શન [આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી મ.] For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુનઃ સાંપાદન જ્ઞાનતીર્થ - કોબા પાંચમી આવૃત્તિ વિ.સં. ૨૦૩૫, ૩૧ ઓગસ્ટ ૨૦૦૯ મંગલ પ્રસંગ રાષ્ટ્રસંત શ્રતોદ્ધારક આચાર્યદેવશ્રીપદ્મસાગરસૂરિજીનો ૭૫મો જન્મદિવસ. તિથિ : ભાદરવા સુદ-૧૧, તા. ૩૧-૮-૨૦૦૯, સાંતાક્રુઝ - મુંબઈ acથ પાકું પૂંઠું : રૂ. ૧૨૫.૦૦ કાચુ પેઠું = રૂ.૫૦.૦૦ આર્થિક સૌજન્ય શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર પ્રકાશાક શ્રી મહાવીર જૈન આરાઘના કેન્દ્ર આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર કોબા, તા. જિ. ગાંધીનગર - ૩૮૨૦૦૭ ફોન નં. (૦૭૯) ૨૩૨૭૬૨૦૪, ૨૩૨૭૬રપર ernail : gyanmandir@kobatirth.org website : www.kobatirth.org મુદ્રક : નવપ્રભાત પ્રિન્ટર્સ, અમદાવાદ - ૯૮રપપ૯૮૮૫૫ ટાઈટલ ડીઝાઈન : આર્ય ગ્રાફિક્સ - ૯૯૨૫૮૦૧૯૧૦ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पूज्य आचार्य भगवंत श्री विजयभद्रगुप्तसूरीश्वरजी श्रावण शुक्ला १२, वि.सं. १९८९ के दिन पुदगाम महेसाणा (गुजरात) में मणीभाई एवं हीराबहन के कुलदीपक के रूप में जन्मे मूलचन्दभाई, जुही की कली की भांति खिलतीखुलती जवानी में १८ बरस की उम्र में वि.सं. २००७, महावद ५ के दिन राणपुर (सौराष्ट्र) में आचार्य श्रीमद् विजयप्रेमसूरीश्वरजी महाराजा के करमकमलों द्वारा दीक्षित होकर पू. भुवनभानुसूरीश्वरजी के शिष्य बने. मुनि श्री भद्रगुप्तविजयजी की दीक्षाजीवन के प्रारंभ काल से ही अध्ययन-अध्यापन की सुदीर्घ यात्रा प्रारंभ हो चुकी थी. ४५ आगमों के सटीक अध्ययनोपरांत दार्शनिक, भारतीय एवं पाश्चात्य तत्वज्ञान, काव्य-साहित्य वगैरह के 'मिलस्टोन' पार करती हुई वह यात्रा सर्जनात्मक क्षितिज की तरफ मुड़ गई. 'महापंथनो यात्री' से २० साल की उम्र में शुरु हुई लेखनयात्रा अंत समय तक अथक एवं अनवरत चली. तरह-तरह का मौलिक साहित्य, तत्वज्ञान, विवेचना, दीर्घ कथाएँ, लघु कथाएँ, काव्यगीत, पत्रों के जरिये स्वच्छ व स्वस्थ मार्गदर्शन परक साहित्य सर्जन द्वारा उनका जीवन सफर दिन-ब-दिन भरापूरा बना रहता था. प्रेमभरा हँसमुख स्वभाव, प्रसन्न व मृदु आंतर-बाह्य व्यक्तित्व एवं बहुजन हिताय बहुजन सुखाय प्रवृत्तियाँ उनके जीवन के महत्त्वपूर्ण अंगरूप थी. संघ-शासन विशेष करके युवा पीढ़ी, तरुण पीढ़ी एवं शिशु-संसार के जीवन निर्माण की प्रकिया में उन्हें रूचि थी... और इसी से उन्हें संतुष्टि मिलती थी. प्रवचन, वार्तालाप, संस्कार शिबिर, जाप-ध्यान, अनुष्ठान एवं परमात्म भक्ति के विशिष्ट आयोजनों के माध्यम से उनका सहिष्णु व्यक्तित्व भी उतना ही उन्नत एवं उज्ज्वल बना रहा. पूज्यश्री जानने योग्य व्यक्तित्व व महसूस करने योग्य अस्तित्व से सराबोर थे. कोल्हापुर में ता. ४-५-१९८७ के दिन गुरुदेव ने उन्हें आचार्य पद से विभूषित किया. जीवन के अंत समय में लम्बे अरसे तक वे अनेक व्याधियों का सामना करते हुए और ऐसे में भी सतत साहित्य सर्जन करते हुए दिनांक १९-११-१९९९ को श्यामल, अहमदाबाद में कालधर्म को प्राप्त हुए. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = = = = = === = = = પ્રાશકીય પૂજ્ય આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી મહારાજ (શ્રી પ્રિયદર્શન) દ્વારા લિખિત અને વિશ્વકલ્યાણ પ્રકાશન મહેસાણાથી પ્રકાશિત સાહિત્ય જૈન સમાજમાં જ નહીં પરન્તુ જૈનેતર લોકોમાં પણ ખૂબ જ ઉત્સુકતા સાથે વંચાતું લોકપ્રિય સાહિત્ય છે. પૂજ્યશ્રી ૧૯ નવેમ્બર ૧૯૯૯ના રોજ અમદાવાદમાં કાળધર્મ પામ્યા પછી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટનું વિસર્જન કરી તેઓશ્રીના પ્રકાશનોનું પુનઃપ્રકાશન બંધ કરવાના નિર્ણયની વાત સાંભળીને અમારા ટ્રસ્ટીઓને ભાવના થઈ કે પૂજ્ય આચાર્યશ્રીનું ઉત્કૃષ્ટ સાહિત્ય જનસમુદાયને હમેંશા મળતું રહે તે માટે કંઈક કરવું જોઈએ એ આશય સાથે વિશ્વકલ્યાણ પ્રકાશનના ટ્રસ્ટમંડળને આ વાત પૂજય રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિજીની સંમતિ પૂર્વક જણાવી. બંને પૂજ્ય આચાર્યોની પરસ્પરની મૈત્રી ઘનિષ્ઠ હતી. અંતિમ દિવસોમાં દિવંગત આચાર્યશ્રીએ રાષ્ટ્રસંત આચાર્યશ્રીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પૂજ્યશ્રીએ આ કાર્ય માટે વ્યક્તિ, વ્યક્તિત્વ અને કૃતિત્વના આધારે પોતાની સંમતિ પ્રેરકબળ રુપે આપી. તેઓશ્રીના આશીર્વાદ પામીને કોબાતીર્થના ટ્રસ્ટીઓએ આ કાર્યને | આગળ ધપાવવા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટની પાસે પ્રસ્તાવ મુક્યો. વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ કોબા તીર્થના ટ્રસ્ટીઓની દિવંગત આચાર્યશ્રી પ્રિયદર્શનના પ્રચાર-પ્રસારની ઉત્કૃષ્ટ ભાવનાને ધ્યાનમાં લઈ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબાતીર્થને પોતાના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તકોના પુનઃપ્રકાશનના બધાજ અધિકારો સહર્ષ સોંપી દીધા. તે પછી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર સંસ્થાના શ્રુતસરિતા (જૈન બુકસ્ટોલ)ના માધ્યમથી શ્રી પ્રિયદર્શનના લોકપ્રિય પુસ્તકોનું વિતરણ જાહેર જનતાના હિતમાં ચાલુ કર્યું. શ્રીપ્રિયદર્શનના અનુપલબ્ધ સાહિત્યના પુનઃપ્રકાશન કરવાની શૃંખલામાં પ્રસ્તુત શ્રી પાંપણે બાંધ્યું પાણિયારું ગ્રંથને પુનઃપ્રકાશિત કરીને વાચકોને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. - શેઠ શ્રી સંવેગભાઈ લાલભાઈના સૌજન્યથી આ પ્રકાશન માટે શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર તરફથી જે ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે એ બદલ અમો સમગ્ર શેઠશ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવારના ત્રણી છીએ તથા તેઓની = = = = = - - - - - - - - - For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક હાર્દિક અનુમોદના કરીએ છીએ. આશા છે કે ભવિષ્યમાં પણ તેઓશ્રી તરફથી આવો જ ઉદાર સહયોગ મળતો રહેશે. આ આવૃત્તિનું મૂરિડીંગ કરી આપનાર શ્રી જગદીશભાઈ પ્રજાપતિ, શૈલેષભાઈ શાહ તથા ફાઈનલ મૂફ કરી આપવામાં સંસ્થાના પંડિતવર્ય શ્રી મનોજભાઈ જૈન, આશિષભાઈ શાહનો તથા આ પુસ્તકના સુંદર કમ્પોઝીંગ તથા સેટીંગ કરી આપવા બદલ સંસ્થાના કપ્યુટર વિભાગમાં કાર્યરત શ્રી કેતનભાઈ શાહ, શ્રી સંજયભાઈ ગુર્જર તથા બાલસંગભાઈ ઠાકોરનો અમે હૃદય પૂર્વક આભાર માનીએ છીએ. આપને અમારો નમ્ર અનુરોધ છે કે તમારા મિત્રો અને સ્વજનોમાં આ પ્રેરણાદાયી સાહિત્યની પ્રભાવના કરો. શ્રુતજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે અપાયેલું નાનકડું યોગદાન આપને લાભદાયક થશે. પુનઃ પ્રકાશન વખતે ગ્રંથકારશ્રીના આશય તથા જિનાજ્ઞા વિરુદ્ધની કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો મિચ્છામિ દુક્કડમ્. સુજ્ઞોને ધ્યાન આકૃષ્ટ કરવા વિનંતી. અન્ત, નવા કલેવર તથા સજ્જા સાથેનું પ્રસ્તુત પુસ્તક આપની જીવનયાત્રાનો માર્ગ પ્રશસ્ત કરવામાં નિમિત્ત બને અને વિષમતાઓમાં સમરસતાનો લાભ કરાવે એવી શુભ કામનાઓ સાથે... ટ્રસ્ટીગણ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પરિચય: આ પુસ્તકનો ) કથા-વાર્તા એ જન-જનમાં વ્યાપેલું..... આજથી નહીં... જુગજુગથી ચિરપરિચિત ઉપદેશ માટેનું મુખ્ય સાધન રહ્યું છે. કહેનારને જે કહેવું છે.... જે વસ્તુને વિસ્તૃત રૂપે વિવેચવી છે. એમાં કથા-વાર્તા ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. મહાન જૈનાચાર્યોથી માંડીને સામાન્ય વક્તા લાગતા મુનિઓ પોતાના ઉપદેશને કથાઓ દ્વારા વધુ સારી રીતે જનસમાજના હૈયે પહોંચાડવામાં સક્ષમ બને છે. ખુદ ભગવાન મહાવીર સ્વામીનાં ઉપદેશવચનોની આસપાસ પણ વિવિધ વાર્તાઓની ફૂલગૂંથણી આપણને જોવા-જાણવા મળે છે. કથા-વાર્તા એ ઉપદેશકો માટે બહુ જ મનગમતું માધ્યમ છે. જુદા જુદા મહાપુરુષોને... જુદાં જુદાં વ્યક્તિત્વને.... જુદી જુદી ઘટનાઓને વણી લેતી પાર વગરની કથાઓ આજે આપણને મળે છે. એમ કહેવાય છે કે જેટલું કથાસાહિત્ય જૈન પરંપરામાં સંગૃહીત છે. એટલું કદાચ બીજી કોઈ પરંપરામાં નહીં મળે. આ વાત સાચી પણ હોઈ શકે, કારણ કે ઉપદેશપ્રદાન-પ્રવચન-વ્યાખ્યાન એ જૈન સાધુઓ માટે એક બહુ મહત્ત્વની જવાબદારી છે. સમાજના ભિન્ન ભિન્ન સ્તરના લોકોને એમની યોગ્યતા – એમની કક્ષા અનુસાર ધર્મ પમાડવો, એમને સુખ, શાંતિ ને પ્રસન્ન જીવનની કેડી ચીંધવી એ ઉપદેશ પાછળનું અભિપ્રેત હોય છે. જીવનમાં સુખ-સમૃદ્ધિનાં ફૂલો ખીલે એ માટે સદ્દગુણોના અંકુરો આત્મ-ભૂમિમાં ફૂટવા જરૂરી છે. અને એ સગુણોની વિશેષતા-વ્યાપકતા વર્ણવવા જુદાં જુદાં પાત્રોની જીવનકથા બહુ ઉપયોગી બની રહે છે. આવાં અગણિત પાત્રોને શબ્દોની સોડમાં સંકોરવાનો અને અક્ષરોના આભમાં ઉપસાવવાનો પ્રયાસ જૈન કવિઓ અને મહાકવિઓ જુગજુગથી કરતા આવ્યા છે. સંસ્કૃત-પ્રાકૃત કે બીજા ભાષાઓની વાતને ગૌણ કરીએ, તો પણ ગુજરાતી - મધ્યકાલીન ગુજરાતી ભાષાઓમાં જૈન કવિઓએ, એમાંય જૈન મુનિ-કવિઓએ જે પ્રદાન કર્યું છે એ જો નજર-અંદાજ કરવામાં આવેં તો કદાચ ગુજરાતી સાહિત્ય સાવ પાંગળું ને પ્રાણહીન બની જાય. લગભગ ૧૨મા સૈકાથી આજ સુધી સેંકડો જૈન મુનિઓએ કાવ્યો.. રાસાઓ, બારમાસાઓ..... ફારુકાવ્યો... ઢાળો - ગીતિકાઓ. ગીતો દ્વારા ગુર્જર સાહિત્યને સમૃદ્ધ કરવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. જૂનામાં જૂનો રાસ પણ એક જૈન કવિની (ભરતેશ્વર-- બાહુબલિ રાસ : કર્તા શાલિભદ્રસૂરિ, સમય : વિ. સં. ૧૨૪૧) કાવ્ય પ્રતિભાની નીપજ છે. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તુત કથાનકનું ઋષિદત્તા પણ એવું જ એક પૌરાણિક પાત્ર છે. આ ઋષિદત્તાની આસપાસ અત્યાર સુધી ૨૮ જેટલી કૃતિઓ રાસ અને કથાનક રૂપે ગૂંથાઈ ગઈ છે. સહુથી જૂની કૃતિ ૧૯૫૯માં લખાયેલી છે, જે ખંભાતમાં લાલવિજયજી નામના મુનિવરે લખી છે. એ હસ્તલિખિત પ્રત આજે પણ મુંબઈના ગોડીજીના ઉપાશ્રય ખાતેના હસ્તલિખિત ભંડારમાં ઉપલબ્ધ છે. એ પછી તો ઘણી બધી કૃતિઓ લખાઈ છે. વિ. સં. ૧૯૪૩માં થયેલા મહાકવિ શ્રી જયવંતસૂરિજીએ પણ એક અદ્ભુત રાસમાં આ ઋષિદત્તાના કથાનકને વણી લીધું છે. ૪૧ ઢાળમાં વર્ણવાયેલ આ રાસ ગુજરાતી સાહિત્યસાગરનું એક અણમોલ મોતી છે. અલબત્ત, જુદાં જુદાં કથાનકોમાં મળતી ઋષિદત્તાની જીવન-સફરમાં ઘટનાઓ ક્યારેક જુદાપણું પણ જાળવે છે. વર્ણનોમાં વિભિન્ન તો સહજ છે. છતાં પણ ઋષિદત્તા તો બધા જ રચનાકારોના મતે પ્રેમની એક આદર્શ પ્રતિમા જેવી સ્ત્રી હતી. પ્રેમ કેવો હોઈ શકે? એ જાણવા, સમજવા ઋષિદત્તા જેવાં પાત્રો બહુ ઓછાં મળે છે. એક બાજુ સ્ત્રીચરિત્રની વિષમતાનો જીવંત દાખલો રુક્મિણી પૂરું પાડે છે. જ્યારે બીજી બાજુ ઋષિદત્તા નારીત્વનું નમણું, સોહામણું શાશ્વત્ રૂપ રજૂ કરે છે. જોકે મને લાગે છે કે રુક્મિણીના પાત્રને વધુ પડતું વિકૃત બનાવવામાં પણ આવ્યું હોય... કારણ કે લગ્ન પછીના સમયમાં (ઋષિદરાના મિલન પછી) કનકરથ સાથેનો એનો વ્યવહાર એક આદર્શ ગૃહિણી અને સમજુ સ્ત્રી તરીકેનો જ છે. પણ થોડા સમય માટે રુક્મિણીને ખલનાયિકાનું રૂપ આપવામાં આવ્યું હોય તે સહજ છે. એ વગર તો ઋષિદત્તાનું બહુમુખી વ્યક્તિત્વ ખીલવી જ ન શકાય ને? ગુજરાતી ભાષામાં આ પહેલાં પણ એક-બે નવલકથાઓ ઋષિદત્તાની રમ્ય કથા પર લખાઈ છે. છતાંય પ્રસ્તુત પુસ્તક “પાંપણે બાંધ્યું પાણિયારું'માં ફોરમતી ઋષિ' અદ્ભુત છે... અજીબ છે અને ઉમદા છે. પુસ્તકનું નામ સાર્થક છે. ઋષિની જીવન-ઘટનાઓ જોતાં દર્દનો દરિયો કહી શકાય એવી ઋષિની આંખો હંમેશાં આંસુઓના છલછલ સરવર જેવી જ રહી છે, વાંચનાર પણ આંસુઓને આલિંગી રહે છે. અત્યાર સુધી ઋષિદત્તાની આસપાસ રચાયેલા ગ્રંથોમાં ઋષિદત્તા પોતે જ છવાયેલી રહી છે. જ્યારે આ પુસ્તકની રચના કંઈક જુદી છે. આમાં ત્રઋષિદત્તાની સાથે સાથે રાજકુમાર કનકરથને પણ છવાવા દીધો છે! અને વાર્તાનો પ્રારંભ પણ જાણે કનકરથ પોતાના જ મોઢે પોતાની વાત - પોતાના જીવનની ઘટનાઓની મુલાકાત - આપણને કરતો-કરાવતો હોય એવું લાગે છે. આમ છતાંયે ઋષિદત્તાના For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યક્તિત્વને જરીયે આંચ નથી આવી. લગભગ બીજા જ પ્રકરણથી એ વાચકના દિલોદિમાગ પર છવાવા માંડે છે, બલ્ક ક્યારેક તો કનકરથના વ્યક્તિત્વ કરતાંયે ઋષિનું વ્યક્તિત્વ વધુ વિસ્તૃત અને ઉન્નત લાગે છે. વિશેષ કરીને એના દુ:ખના દિવસોમાં રાજકુમાર જીવનથી નિરાશ થઈ મૃત્યુની માંગ ભરવા તૈયાર થઈ જાય છે, જ્યારે બીજી બાજુ, “ઋષિ એટલી જ સ્વસ્થતાથી.... સહજતાથી પરિસ્થિતિને સ્વીકારી લે છે. એને મૃત્યુનો વિચાર સરખોયે નથી આવતો. આ જ એના વ્યક્તિત્વનો વિજય છે કનકરથ પર! આ વાર્તા વાંચીને જો તમારી આંખો ભીની ના બને, એક ઊંડો નિસાસો તમારી ભીતરમાંથી ના ઊઠે, તો હું કહી શકું કે તમે ક્યારેય વિશુદ્ધ પ્રેમને માણી નહીં શકો. જાણી નહીં શકો. પછી પ્રેમની પ્રગાઢતાને માણવાની તો વાત જ ક્યાં રહે? ભૂજ – સ્નેહદીપ તા. ૧૫-૧૦-૮૦ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ, કલા તથા શ્રુત-સાધનાનું આહ્લાદક ધામ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા તીર્થ અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર આવેલું સાબરમતી નદીથી નજીક સુરમ્ય વૃક્ષોની ઘટાઓથી છવાયેલું કોબા તીર્થ પ્રાકૃતિક શાંતિપૂર્ણ વાતાવરણનો અનુભવ કરાવે છે. ગચ્છાધિપતિ, મહાન જૈનાચાર્ય શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ની દિવ્ય કૃપા અને યુગદ્રષ્ટા રાષ્ટ્રસંત આચાર્ય પ્રવર શ્રીમદ્ પદ્મસાગરસૂરીશ્વરજીના શુભાશિષથી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રની સ્થાપના ૨૬ ડિસેમ્બર ૧૯૮૦ ના રોજ કરવામાં આવી. આચાર્યશ્રીની એવી ઈચ્છા હતી કે અહીં ધર્મ, આરાધના તથા જ્ઞાન-સાધનાની કોઈ એકાદ પ્રવૃત્તિ જ નહીં, પણ અનેકવિધ જ્ઞાન અને ધર્મપ્રવૃત્તિનો મહાસંગમ થાય, એટલા માટે આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીની ઉચ્ચ ભાવનારૂપ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની સ્થાપના કરવામાં આવી. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર અનેકવિધ પ્રવૃત્તિઓ પૈકી નીચેની શાખાઓમાં સતત પ્રયત્નોથી ધર્મશાસનની સેવામાં તત્પર છે. (૧) મહાવીરાલય : હૃદયમાં અલૌકિક ધર્મોલ્લાસ જગાડનાર પરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીનો શિલ્પકલાયુક્ત ભવ્ય પ્રાસાદ મહાવીરાલય જોવા લાયક છે. પહેલા માળે ગર્ભગૃહમાં મૂળનાયક મહાવીરસ્વામી વગેરે ૧૩ પ્રતિમાઓના દર્શન અલગ-અલગ દેરીઓમાં કરી શકાય છે તથા ગ્રાઉન્ડ ફ્લોર પર આદીશ્વર ભગવાનની ભવ્ય પ્રતિમા, માણિભદ્રવીર તથા ભગવતી પદ્માવતી સહિત પાંચ પ્રતિમાના દર્શન કરી શકાય છે. તમામ પ્રતિમાઓ એટલી સુંદર અને ચુંબકીય આકર્ષણ ધરાવે છે કે જાણે કે સામે દર્શન કરવા બેઠા જ રહીએ! મંદિરને પરંપરાગત શૈલીથી શિલ્પાંકનોથી રોચક પદ્ધતિથી અલંકૃત કરવામાં આવેલ છે. જેમાં પગથિયાંથી શરૂ કરીને શિખરના ગુંબજ સુધી તથા રંગમંડપથી ગર્ભગૃહનો દરેક પ્રદેશ જોતાં જૈન શિલ્પકલા આધુનિક યુગમાં પુનઃ જીવિત થઈ હોય તેવું લાગે છે. દરવાજા પર કોતરાએલા ભગવાન મહાવીરના પ્રસંગોમાં ૨૪ યક્ષ, ૨૪ યક્ષિણીઓ, ૧૬ મહાવિદ્યાઓ,વિવિધ સ્વરૂપોથી સજ્જ અપ્સરાઓ, દેવો, કિન્નર, પશુ-પક્ષી તથા લતામંજરી વગેરે આ મંદિરને જૈન શિલ્પ તથા સ્થાપત્યના ક્ષેત્રમાં એક અપ્રતિમ ઉદાહરણ પુરું પાડે છે. મહાવીરાલયની ખાસ વિશિષ્ટતા એ છે કે આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ના અંતિમ સંસ્કારનો સમય એટલે કે દર વર્ષે ૨૨ મે ના રોજ બર્પોરે For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બે વાગ્યે ને સાત મિનિટે મહાવીરાલયના શિખરમાંથી સૂર્યકિરણ શ્રી મહાવીરસ્વામીના કપાળને સૂર્યતિલકથી ઝગમગાવે એવી અનુપમ તથા અદ્વિતીય વ્યવસ્થા કરવામાં આવી છે. દર વર્ષે આ આહ્લાદક પ્રસંગના દર્શન ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાવવિભોર બનીને દર્શન કરે છે. (૨) આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ સ્મૃતિ મંદિર (ગુરુમંદિર) : પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ પ્રશાંતમૂર્તિ શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજીના પુણ્ય દેહના અંતિમ સંસ્કારના સ્થળ ઉપર પૂજ્યશ્રીની પુણ્યસ્મૃતિમાં સંગમરમરનું નયનરમ્ય કલાત્મક ગુરુ મંદિર બનાવવામાં આવ્યું છે. સ્ફટિક રત્નોથી બનાવેલાં આ મંદિરમાં અનન્તલબ્ધિ નિધાન શ્રી ગૌતમસ્વામીજીની મનોહર મૂર્તિ તથા સ્ફટિકમાંથી જ બનાવેલી ચરણ-પાદુકા ખરેખર દર્શનીય છે! (૩) આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (જ્ઞાનતીર્થ) : વિશ્વમાં જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના જ્ઞાન વારસાના વિશાળતમ સંગ્રહ ધરાવતા અદ્યતન સાધનોથી સંપન્ન શોધ સંસ્થાનના રૂપે પોતાનું નામ જાળવી રાખતું આ જ્ઞાનતીર્થ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રના આત્મા સ્વરૂપે છે આ જ્ઞાનતીર્થ પોતાના કાર્યો દ્વારા સમાજમાં પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે નામ ધરાવે છે. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની અંતર્ગત નીચે પ્રમાણેના વિભાગો કાર્યરત છે. (અ) દેવગિણિ ક્ષમાશ્રમણ હસ્તપ્રત ભાંડાગાર (બ) આર્ય સુધર્માસ્વામી શ્રુતાગાર (પ્રિન્ટેડ ગ્રંથોની લાયબ્રેરી) (ક) આર્યરક્ષિત શોધસાગર (કમ્પ્યુટર વિભાગ સાથે) (ડ) સમ્રાટ સમ્મતિ સંગ્રહાલય-આ કલાપૂર્ણ મ્યુઝિયમમાં પુરાતત્ત્વના અધ્યેતા તથા જિજ્ઞાસુ દર્શકો માટે પ્રાચીન ભારતીય શિલ્પકલાની પરમ્પરાના ગૌરવશાળી દર્શન અહીં કરી શકાય છે. પાષાણ તથા ધાતુની મૂર્તિઓ, તાડપત્ર તથા કાગળ પર લખેલી સચિત્ર હસ્તપ્રતો, લઘુચિત્રપટ, વિજ્ઞપ્તિપત્રો, કાષ્ઠ તથા હાથીદાંતમાંથી બનાવેલી પ્રાચીન તેમજ અર્વાચીન અદ્વિતીય કલાકૃતિઓ તેમજ અન્ય પ્રાચીન વસ્તુઓને ખૂબ જ આકર્ષક તથા પ્રભાવશાળી ઢંગથી ધાર્મિક તથા સાંસ્કૃતિક ગૌરવને અનુરૂપ પ્રદર્શિત કરવામાં આવી છે. (ઈ) શહેર શાખા-પૃજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો તેમજ શ્રાવક-શ્રાવિકાઓના સ્વાધ્યાય, ચિંતન અને મનન માટે જૈનધર્મની પુસ્તકો નજીકમાં જ મળી રહે તે હેતુથી જૈન લોકો જ્યાં વધુ રહે છે તેવા અમદાવાદના પાલડી ટોલકનગર વિસ્તારમાં આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની એક શહેરશાખા ઈ. સ. ૧૯૯૯ થી શરૂ કરવામાં આવી છે જે આજે ચતુર્વિધ સંધના શ્રુતજ્ઞાનના અધ્યયન માટે સતત સેવા આપી રહી છે. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) આરાધના ભવન : આરાધકો અહીં ધર્મારાધન કરી શકે એટલા માટે આરાધના ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. કુદરતી વાતાવરણ તથા પ્રકાશમય બે ઉપાશ્રયોમાં મુનિ ભગવંતો નિવાસ કરીને પોતાની સંયમ આરાધનાની સાથે-સાથે વિશિષ્ટ જ્ઞાનાભ્યાસ, ધ્યાન, સ્વાધ્યાય વગેરેનો યોગ પ્રાપ્ત કરે છે. (૫) ધર્મશાળા : આ તીર્થમાં આવતાં યાત્રિકો તેમજ મહેમાનોને રહેવા માટે આધુનિક સુવિધાઓથી સંપન્ન યાત્રિકભવન અને અતિથિભવન બનાવવામાં આવ્યાં છે. ધર્મશાળામાં વાતાનુકૂલિત (એ.સી.) તથા સામાન્ય એમ બધા મળી ૪૬ રૂમોની સુવિધા છે. (૬) ભોજનશાળા અને અલ્પાહાર ગૃહ : આ તીર્થમાં પધારેલા શ્રાવકો, દર્શનાર્થીઓ, મુમુક્ષુઓ, વિદ્વાનો તેમજ યાત્રિકોને જૈન સિદ્ધાંતને અનુરૂપ સાત્વિક ભોજન મળી રહે તે હેતુથી વિશાળ ભોજનશાળા અને અલ્પાહારગૃહ (કેન્ટીન)ની સુંદર સુવિધા ઉપલબ્ધ છે. (૭) શ્રુતસરિતા: આ બુકસ્ટોલમાં વ્યાજબી ભાવે જૈન સાહિત્ય, આરાધના સામગ્રી, ધાર્મિક ઉપકરણો જેવા કે કેસેટ, સી.ડી. વગેરે પુરું પાડવામાં આવે છે. અહીં એસ.ટી.ડી. ટેલીફોનની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રકૃતિના ખોળે શાંત અને સુરમ્ય વાતાવરણમાં આ તીર્થસ્થાનનો વર્ષ દરમ્યાન હજારો યાત્રિકો લાભ લે છે. (૮) વિશ્વમૈત્રીધામ-બોરી જતીર્થ, ગાંધીનગર : યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજની સાધનાનું સ્થળ બોરીજ તીર્થનો પુનરુદ્ધાર પરમ પૂજય આચાર્યદેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણા તેમજ શુભાશિષથી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર સાથે સંલગ્ન વિશ્વમૈત્રી ધામના તત્તાવધાનમાં પ્રાચીન દેરાસરના જીર્ણોદ્ધાર રૂપે નવનિર્મિત ૧૦૮ ફૂટ ઊંચા વિશાળ મહાલયમાં ૮૧.ર૫ ઈંચના પદ્માસનસ્થ શ્રી વર્ધ્વમાનસ્વામીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વર્તમાન મંદિરમાં આ સ્થળ પર જમીનમાંથી નીકળેલી ભગવાન મહાવીરસ્વામી વગેરેની પ્રતિમાઓની પ્રથમ પ્રતિષ્ઠા યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. નવું મંદિર સ્થાપત્ય તેમજ શિલ્પ એ બંને જોવા જેવા છે. અહીં મહિમાપુર (પશ્ચિમ બંગાળ)માં જગડુ શેઠ શ્રી માણિકચંદજી દ્વારા ૧૮મી સદીમાં કસોટી પથ્થરથી બનાવેલાં ભવ્ય અને ઐતિહાસિક જિનાલયનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો છે. હાલમાં તેને જૈનસંઘની ઐતિહાસિક ધરોહર માનવામાં આવે છે. નિસંદેહ એમાં આ તીર્થના પરિસરમાં પૂર્વ અને પશ્ચિમ ભારતનાં જૈનશિલ્પનો અભૂતપૂર્વ સંગમ થયેલો છે. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Song મારું નામ કનકરથ છે. રથમદન નગરનો રાજકુમાર છું. પિતાનું નામ છે રાજા હેમરથ અને માતાનું નામ છે રાણી સુયશા. પિતાનો મારા ઉપર ખૂબ પ્રેમ છે. માતાના હેતનો પાર નથી. મારાં માતાપિતાને હું એકનું એક સંતાન છું. મારી માતાએ મારા લાલન-પાલનમાં કોઈ જ ખામી રાખી નથી. મારી માતાના મુખે મેં ઘણી વાર સાંભળ્યું છે કે “આ કનકરથે જ્યારે મારા પેટે આવ્યો, ત્યારે મેં ઊગતા સૂર્યને સ્વપ્નમાં જોયો હતો, ત્યારપછી મને હમેશાં સારાં સારાં સ્વપ્ન જ આવે છે.' આ વાત લોકોની આગળ કહેતાં માતા તો ખુશ થતી હતી, મને પણ આનંદ થતો હતો. એક દિવસ માતાએ મને કહેલું : “બેટા, તને મેં મારા સ્તનનું દૂધ પાયું છે.... ધાવમાતાનું દૂધ નથી પાયું... મારું દૂધ દીપાવજે!' અને આ સાંભળીને હું માતાની ગોદમાં આળોટી પડેલ. મારા હૃદયમાં માતા તરફ ખૂબ પ્રેમ હતો અને આજે પણ છે. જ્યારથી મને મારું બચપણ યાદ આવે છે, દરેક પ્રસંગમાં, દરેક ઘટનામાં મારી માતાએ મારું કેવી કેવી રીતે સંસ્કારઘડતર કરેલું... મને બરાબર યાદ છે. એણે મારી ખાતર એનાં પોતાનાં કેટલાં બધાં સુખભોગ ત્યજી દીધેલાં? મારી પ્રતિક્ષણ. પ્રતિપળ કેટલી બધી કાળજી રાખતી હતી! મારામાં કોઈ કુસંસ્કાર પડી ન જાય, કોઈ કુટેવ પડી જાય.... એની કેટલી તકેદારી રાખતી હતી.....! ઘણી વાર પિતાજી મા ઉપર ગુસ્સે પણ થઈ જતા... છતાં મા પ્રસન્નચિત્તે સહન કરતી. પિતાજીને પણ મારા ઉપર ઘણો સ્નેહ હતો. માતાની પાસે આવે એટલે મને ઉપાડીને છાતીએ લગાડે અને સ્નેહથી ભીંજવી દે! પણ જેમ જેમ હું મોટો થતો ગયો, પિતાજી મારી સાથે ઓછું હસતા, ગંભીર રહેતા. અલબત્ત, મારા શિક્ષણ અંગે પૂરતું ધ્યાન આપતા હતા. મને વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ આપવા માટે સારામાં સારા અધ્યાપકો રોકવામાં આવ્યા હતા. અધ્યાપકો પણ કેવા સજ્જન અને પ્રેમાળ હતા! પિતાજી પણ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાહિયારું એમને માન આપતા હતા. માતા તો એમને “ગુરુજી' કહીને જ બોલાવતી. ગુરુજીએ મને પહેલો જ પાઠ કેવો સરસ આપેલો – “માતૃવો ભવ!" મને મિત્રો પણ કેવા સારા મળ્યા હતા! મહામંત્રીનો પુત્ર, નગરશેઠનો પુત્ર, સેનાપતિનો પુત્ર અને રાજપુરોહિતનો પુત્ર. અમે પાંચ મિત્રો હતા. માતા મારા મિત્રોને પણ સ્નેહથી બોલાવતી. અમને પાંચેયને ઘણી વાર પોતાની પાસે બેસાડીને સારી સારી વાર્તાઓ કહેતી. આજે પણ મને એ વાર્તાઓ ઘણી યાદ છે. સદાચાર, શૂરવીરતા અને ત્યાગ-બલિદાનની એ વાર્તાઓ અમારા મિત્રોમાં કેવાં કેવાં સંવેદનો પેદા કરતી હતી! અમારા આદર્શો એના આધારે ઘડાતા હતા. અમારી કલ્પનાઓ એના સહારે રચાતી હતી. માતા તો માતા જ છે! ત્યારે શું કે આજે શું, ક્યારેય મેં માતાને મારા પિતાજીનો અવિનય કે અનાદર કરતી જોઈ નથી. પિતાજી પણ પૂરા વિવેકી! મારા દેખતાં મેં ક્યારેય એમને માતાની સાથે અસભ્ય વર્તાવ કરતાં જોયા નથી. આ બધી વાતો હું વ્યર્થ નથી કરતો. મારા સમગ્ર જીવન ઉપર આ વાતોની ઘેરી અસરો પડેલી છે. મારા જીવનના તડકા-છાંયડામાં આ બધી વાતોએ મને ઘણી સહાય કરી છે. આજે હું મારી જીવનકથા કહેવા બેઠો છું, તો મને એ બધી વાતો કહી દેવા દો. પિતાજી પ્રત્યે હું પણ વધુ ને વધુ મર્યાદા રાખતો થઈ ગયો. હા, મને એમનો ભય નહોતો લાગતો, પરંતુ હું એમની સામે સવાલ-જવાબ કરી શકતો નહીં. આજે પણ નથી કરતો. એમના પ્રત્યે સ્નેહ અને આદર હમેશાં રહેતાં.... બસ, એક જ ઘટના એવી બની ગઈ કે એમના પ્રત્યેનો મારો સ્નેહ અને આદર નષ્ટ થઈ ગયો હતો, તે છતાંય મર્યાદાભંગ તો નહોતો જ કર્યો. એ દર્દભરી ઘટનાને હું ભૂલી શકું એમ નથી. પણ એક રાજા તરીકે એ પગલું એમને ભરવું જ પડે એવું હતું. ન્યાય અને કરુણા બંને સાથે રહી શકતાં નથી. એ પિતા હતા તેવી રીતે રાજા પણ હતા ને! એક રાજકુમારને જેટલું સારામાં સારું શિક્ષણ મળવું જોઈએ, તેટલું મને શિક્ષણ મળ્યું હતું. મને યુદ્ધકળામાં પણ કુશળ બનાવવામાં આવ્યો હતો. સારા સારા યોદ્ધાઓ સાથે મેં યુદ્ધ કરીને મારી યુદ્ધકુશળતા પુરવાર કરી હતી. રાજનીતિનું અધ્યયન કરીને મેં “યુવરાજ' તરીકેની મારી યોગ્યતા સિદ્ધ કરી હતી. રાજધાનીમાં જ નહીં, સમગ્ર રાજ્યમાં મારી પ્રશંસા સાંભળી મને આનંદ થતો હતો. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૩ મારા આદર્શો હતા વિશાળ સામ્રાજ્ય, પ્રજાનું સુખ, પ્રજાની સમૃદ્ધિ, શત્રુઓનું દમન અને સદાચારોનું પ્રવર્તન! અલબત્ત, પિતાજી પ્રજાવત્સલ રાજા તરીકે પ્રસિદ્ધ હતા. તેમના શાસનકાળમાં પ્રજાએ સુખ-સમૃદ્ધિ મેળવી હતી. મારા આદર્શના ઘડતરમાં પિતાજીનો ફાળો નાનોસૂનો ન હતો. હું એમ નહીં કહી શકું કે હું ધાર્મિક પ્રવૃત્તિનો રાજકુમાર હતો! હા, મને પરમાત્મતત્ત્વ પ્રત્યે શ્રદ્ધા જરૂર હતી. ઋષિમુનિ અને મહાત્માઓ પ્રત્યે મારા હૃદયમાં આદર હતો. દાન-શીલ, પરમાર્થ-પરોપકાર.... વગેરે મને ગમતા ધર્મ હતા. ધર્મના નામે થતી પ્રાણીહિંસા મને જરાય ગમતી ન હતી. હિંસક યજ્ઞો ઉપર પિતાજીએ પ્રતિબંધ મૂકી દીધો હતો. પિતાજીને સર્વજ્ઞભાષિત અહિંસાપ્રધાન ધર્મ ખૂબ ગમતો હતો. માતાને તો વીતરાગ પરમાત્મા જ આરાધ્ય દેવ હતા. અમારા નગરમાં અને રાજ્યમાં અનેક જિનમંદિરો હતાં, અનેક શિવમંદિરો પણ હતાં. પ્રજાજનો પોતાની ઇચ્છાનુસાર ધર્મ પાળી શકતા હતા. પિતાજીની રાજસભામાં જ્યારે વિદ્વાનોની ચર્ચાસભાઓ યોજાતી, ત્યારે હું રાજસભામાં અવશ્ય જતો. મને તત્ત્વચર્ચા સાંભળવામાં ખૂબ આનંદ આવતો. પિતાજી વિદ્વાનોનો આદર કરતા, મોટી ભેટો આપતા. આથી પિતાજીની અન્ય રાજ્યોમાં પણ ખ્યાતિ પ્રસરેલી. એક દિવસ રાજસભામાં વિદ્વાનોની તત્ત્વચર્ચા જામી હતી. પિતાજી રાજસિંહાસન પર આરૂઢ હતા. હું તેઓની પાસેના જ સિંહાસન પર બેઠો હતો. ત્યાં દ્રારપાલે આવીને, પિતાજીને નમન કરી નિવેદન કર્યું : ‘મહારાજા, કાવેરીનગરથી રાજદૂત આવેલા છે અને આપનાં દર્શન કરવા ચાહે છે.’ ‘એમને આદરસહિત અહીં લઈ આવો.' પિતાજીએ દ્વારપાલને અનુજ્ઞા આપી. તુર્ત જ દ્વારપાલ એક તેજસ્વી રાજદૂતને લઈને પિતાજી સમક્ષ હાજર થયો. આગંતુક રાજદૂતે પિતાજીને મસ્તકે અંજલિ જોડી પ્રણામ કર્યા, મધુર ભાષામાં અભિવાદન કર્યું અને પોતાના આગમનનું પ્રયોજન કહેવા માંડ્યું : ‘હે મહારાજા, હું કાવેરીપતિ મહારાજા સુરસુંદરનો અગત્યનો સંદેશ લઈને આપની સેવામાં ઉપસ્થિત થયો છું.’ ‘હે રાજદૂત, મારા એ પરમસ્નેહી રાજન્ કુશળ છે ને?' પિતાજીએ રાજ્યની અને પ્રજાની કુશળતા પૂછી. ‘મહારાજા! અમારા રાજા અને અમારી પ્રજા કુશળ છે. મહારાજા સુરસુંદરે મને એક વિશિષ્ટ પ્રયોજનથી અહીં મોકલ્યો છે, તે પ્રયોજન આપ શાંત ચિત્તે For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું સાંભળવા કૃપા કરો.” એમ પ્રસ્તાવના કરીને રાજદૂતે મીઠી વાણીનો પ્રવાહ વહાવ્યો. - “અમારા મહારાજાને એક જ રાજકુમારી છે. મહારાણી વાસુલાએ ખૂબ લાડકોડથી એને ઉછેરીને મોટી કરી છે. રાજકુમારી રુકિમણીએ યૌવનના પગથારે પગ દીધા છે. રૂપરૂપના અંબાર સમી રાજકુમારીને યોગ્ય રાજ કુમારની મહારાજાએ તપાસ કરાવી. અનેક રાજકુમારોના ચિત્રપટ મહારાજાની પાસે આવવા લાગ્યા, પરંતુ મહારાજાને કોઈ જ રાજ કુમાર પોતાની રાજકુમારી માટે યોગ્ય ન લાગ્યો... મહારાણીની ચિંતા વધતી જતી હતી. એક દિવસ અચાનક મહારાજા બોલી ઊઠ્યા : “આપણે બીજે ક્યાંય ભટકવાની જરૂર નથી. મારા આત્મસ્નેહી મહારાજા હેમરથનો પુત્ર કનકરથ આપણી રુક્મિણી માટે સુયોગ્ય વર છે. મેં એ રાજ કુમારને જોયેલો છે. રૂપથી અને ગુણથી એ અજોડ છે. મહારાણી વાસુલા પણ સંમત થઈ ગયાં.... માતા-પિતાની પસંદગી ઉપર રાજકુમારીને પૂર્ણ વિશ્વાસ છે. મહારાજાએ આ સેવકને આપની સેવામાં એટલા જ માટે મોકલ્યો છે. આપ મહારાજકુમાર કનકરથ માટે રુક્મિણીનો સ્વીકાર કરો.” રાજદૂતની દૃષ્ટિ વારંવાર મારા તરફ મંડાતી હતી. એ મારા મનોભાવ મારા મુખ ઉપર વાંચવા પ્રયત્ન કરતો હતો. જ્યાં રાજદૂતે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું, પિતાજીએ મારી સામે જોયું. હું શરમાઈ ગયો... મારું મસ્તક ઝૂકી ગયું. મારી આંખો જમીન ઉપર જડાઈ ગઈ હતી. પિતાજીએ દૂતને કહ્યું : તમે રાજ્યના અતિથિગૃહમાં આજે વિશ્રામ કરો. કાલે સમાચાર મળી જશે.' પિતાજીએ દૂતને વિદાય આપી, સભાનું વિસર્જન કર્યું અને અન્તઃપુર તરફ ચાલ્યા ગયા. મારી સાથે એક અક્ષરની પણ વાત ન કરી! પરંતુ એક સૂચક દૃષ્ટિ જરૂર મારા પર નાખી હતી. હું સમજી ગયો કે પિતાજી મારી માતા સાથે આ વિષયમાં વિચારણા કરીને નિર્ણય કરશે. મારું મન બોલી ઊડ્યું : “મારા પિતાજી અને માતા જે નિર્ણય કરે તે યોગ્ય જ કરશે. હું એમનો નિર્ણય સ્વીકારી લઈશ.' સદૈવ મારા સુખનો જ વિચાર કરનારાં માતા-પિતા માટે મને બીજો કોઈ વિચાર જ કેમ આવે? જોકે આ ઘટના બની, એ પૂર્વે મને ક્યારેય લગ્ન અંગેનો વિચાર આવેલો. જ નહીં! તમને આશ્ચર્ય થશે! “યુવાન પુરુષને લગ્નનો વિચાર ન આવે તેવું બને ખરું?” હા, મારા જીવનમાં એવું બની ગયું છે! એટલું જ નહીં, ત્યાં સુધી કોઈ પણ રૂપવતી કન્યાને જોઈને એના પ્રત્યે અનુરાગ પણ મને થયો નથી! For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું રોમાંચ પણ થયો નથી....! એથી પણ આગળ વધીને કહું? જ્યારે માતાની સાથે વિચારણા કરીને પિતાજીએ મને તેમની પાસે બોલાવીને કહ્યું : “કનકરથ, તારે રુકિમણી સાથે લગ્ન કરવાનાં છે. તે માટે તારે કાવેરી જવાનું છે.” મેં મૌન રહીને અનુમતિ પ્રગટ કરી. પરંતુ એ વાત સાંભળીને મને કોઈ હર્ષ ન થય! લગ્નની વાતોએ મને પુલકિત ન કર્યો... હા, મેં કાવેરી જવાની તૈયારીઓ શરૂ કરી દીધી. માતાના હર્ષનું તો પૂછવું જ શું! રાજમહેલમાં અને રાજધાનીમાં વાયુવેગે આ સમાચાર પ્રસરી ગયા. સર્વત્ર ઉત્સવનું વાતાવરણ જામી ગયું. સહુ લોકો મારી સામે હસી હસીને જોવા લાગ્યા... હું સાંભળું એ રીતે મિણીના રૂપની પ્રશંસા કરવા લાગ્યા....! પિતાજીએ મિત્ર રાજાઓને અને સ્નેહી-સ્વજનોને આ સમાચાર આપવા રાજપુરુષોને રવાના કરી દીધા, કાવેરીનરેશના રાજદૂતને સુવહારની ભેટ આપી રવાના કરી દીધો. રાજદૂત ખૂબ જ પ્રસન્ન ચિત્તે વિદાય થયો. લગ્નની જાન માટે ભવ્ય તૈયારીઓ થવા લાગી. મારા મિત્ર રાજકુમારો પોતપોતાના રથોમાં આરૂઢ થઈને આવી ગયા. વિશાળ સેના પણ તૈયાર થઈ ગઈ. વિવિધ વાજિંત્રોથી નગર રણઝણી ઊડ્યું. હસ્તીસેના, અશ્વસેના અને પાયદળ તૈયાર થઈ ગયાં હતાં, મિત્રોએ મને શણગારવા માંડ્યો. મારું મન પ્રસન્ન કરવા સૌ કોઈ તત્પર હતા. હું પણ હસતો હતો... દરેક પ્રવૃત્તિમાં રસ લેતો હતો. મિત્રોની સાથે મસ્તી પણ કરતો હતો... છતાં, એક વાત કહી દઉં? મારા અંતઃકરણમાં હર્ષની હેલી ચઢતી ન હતી.. ભવ્ય દબદબા સાથે, શુભ મુહૂર્તે મેં કાવેરી તરફ પ્રયાણ કરી દીધું. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તર દિશામાં અમારું પ્રયાણ અનવરત ચાલી રહ્યું હતું. પ્રકૃતિએ શણગાર સજ્યા હતા. દિશાઓ ઉજ્વલ વસ્ત્રોમાં શોભી રહી હતી. મંદ મંદ સમીર અને મધુર મધુર પુષ્પરાગની સુવાસ અમારાં તન-મનને ભરી રહ્યા હતા. વનવાસી પશુઓ દૂર દૂર દોડી જઈને અમારા કાફલા સામે ટગર ટગર જોતાં હતાં.... વિહંગો ગગનમાં મુક્ત મને ઊડી રહ્યાં હતાં. એક પ્રહર વીતી ગયો હતો. પડાવ માટે યોગ્ય મેદાન મળી જતાં અમે અમારો પહેલો પડાવ નાંખ્યો. વિશાળ છાવણી ઊભી થઈ ગઈ. મિત્ર રાજકુમારોની સાથે હું આસપાસના પ્રદેશમાં નીકળી પડ્યો. આમેય મને નિસર્ગનું સૌંદર્ય ખૂબ ગમતું. એ પ્રદેશ વનરાજીનો પ્રદેશ હતો. અમારા રાજ્યની સીમાનો પ્રદેશ હતો, છતાં હું ક્યારેય આ પ્રદેશમાં આવેલો ન હતો. મેં મારા મિત્રોને કહ્યું : આ કેવો સોહામણો પ્રદેશ છે!” કનક, આનાથી પણ વધુ સોહામણો પ્રદેશ તો હજુ આગળ આવશે. કાવેરીના માર્ગે આપણે ભરપૂર સૌંદર્યપાન કરીશું!' આમેય આપણો મધ્યપ્રદેશ નદીઓ, સરોવરો અને બાગ-બગીચાઓનો પ્રદેશ જ છે ને!” કુમાર, અહીંથી આપણે દસ કોસ આગળ વધીશું, એટલે એક અટવી આવશે. એ અટવીનો પ્રદેશ અરિદમન રાજાનો છે.” એમ? અરિદમન રાજાના પ્રદેશમાંથી પસાર થવાનું છે? એ અમારી સાથે નિષ્ઠયોજન શત્રુતા ધરાવે છે!” અરિદમન રાજા સાથેના અમારા બગડેલા સંબંધો અંગે મેં મિત્રોને વાત કરી. ભોજનનો સમય થતાં અમે અમારા પડાવમાં પહોંચ્યા. સાથે બેસીને અમે ભોજન કર્યું. વિશ્રામ કરીને નમતા પહોરે આગળ પ્રયાણ કરવાનો આદેશ આપ્યો. અમે આગળ ચાલ્યા. હજુ અટવી શરૂ નહોતી થઈ. સૂર્યાસ્ત થઈ જતાં અમે અટવીના નાકે જ વિશાળ મેદાનમાં પડાવ નાંખવાનો નિર્ણય કર્યો. થોડાક જ સમયમાં એક નાનકડું નગર વસી ગયું. ચારે બાજુ મશાલો પેટાવવામાં આવી. સૈનિકોએ સુરક્ષાનો પાકો પ્રબંધ કરી દીધો. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું અમારી રાત ખૂબ આરામથી વીતી. વહેલી સવારે અમે પ્રયાણ આરંભી દીધું. અટવીમાંથી અમે પસાર થવા લાગ્યા. બે પ્રહરમાં તો અમે અટવી પસાર કરીને અમારો પડાવ નાંખ્યો. સહુ લોકો પોતપોતાનાં દૈનિક-પ્રભાતિક કાર્યોમાં વ્યસ્ત હતા. હું નાનાદિ અને દુગ્ધપાનાદિથી નિવૃત્ત થઈ એક સુંદર અશોકવૃક્ષની છાયામાં સિંહાસન ઉપર બેઠો બેઠો, ભાવિ જીવનના વિચારોમાં ખોવાયો હતો. ભૂતકાળની સ્મૃતિઓ વાગોળવાની જેમ મનુષ્યને ટેવ હોય છે, તેમ ભવિષ્યનાં સપનાંઓમાં ઊડવાનું પણ માનવીને ગમતું હોય છે! હું એવાં જ સપનાંઓમાં ઊડી રહ્યો હતો. ત્યાં મારા પ્રતિહારીએ આવીને મને કહ્યું : મહારાજ કુમાર, એક રાજદૂત આપનાં દર્શન ચાહે છે.” આવવા દો એને.' પ્રતિહારીને વિદાય કર્યો અને “જંગલમાં કોણ રાજદૂત આવ્યો હશે?' એ વિચારમાં પડ્યો. થોડી જ ક્ષણોમાં રાજદૂત આવીને, પ્રણામ કે નમનનો શિષ્ટાચાર ભૂલીને બોલવા માંડ્યો : ‘રાજ કુમાર, હું મહારાજા અરિદમનનો દૂત છું. મહારાજાએ તમને કહેવડાવ્યું છે કે “અમારા પ્રદેશમાં પ્રવેશીને તે કુમાર, તે મોતને નોતર્યું છે. જો તારે યુદ્ધ કરવું હોય તો તૈયાર થઈ જા, નહીંતર અહીંથી જ પાછો ફર. જો પાછો ચાલ્યો જઈશ તો હું તને જીવતો જવા દઈશ... આ સંદેશો મહારાજા અરિદમનની છે.” હું તો દૂતનો સંદેશો સાંભળીને સ્તબ્ધ થઈ ગયો! મારાં તન-મન રોષથી સળગી ઊઠ્યાં. હું સિંહાસન ઉપરથી ઊભો થઈ ગયો. દૂતને આગ ઓકતી ભાષામાં જવાબ આપ્યો : રે દૂત, તું અહીંથી ચાલ્યો જા જલદી. તારા એ કુલાંગાર રાજાને કહેજે કે રાજકુમાર તારો વધ કરવા માટે જ આવ્યો છે! હું તો યુદ્ધપ્રિય છું.. યુદ્ધ માટે સજ્જ થઈને જ બેઠો છું... જા, તું તારા રાજાને કહે કે એ મારા શરણે આવી જાય....' દૂત ત્યાંથી ચાલ્યો ગયો. મેં તુર્ત જ મિત્ર રાજકુમારોને બોલાવ્યા. સેનાપતિને બોલાવ્યો. દૂતે આપેલા અરિદમનના સંદેશાની વાત કરી. મિત્રો બોલી ઊઠ્યા: અમારી આ ધારણા હતી જ, અમે તારી સાથે તૈયાર જ છીએ.' સેનાપતિએ કહ્યું : “મહારાજ કુમાર, આપણી પાસે પૂરતી સેના છે. મહારાજાને પણ ઉપદ્રવની આશંકા હતી જ, એટલે ચુનંદી સેના આપની સાથે મોકલી છે. અમે તૈયાર જ છીએ. હું જઈને સેનાને યુદ્ધ માટે તૈયાર થઈ જવા આજ્ઞા આપું છું.' For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું મેં વિલંબ કર્યા વિના કવચ ધારણ કરી લીધું અને શસ્ત્રો સજી લીધાં. મિત્રો પણ શસ્ત્રસજ્જ બની આવી ગયા. મારી ધારણા હતી કે અરિદમન પોતાની સેના સાથે નજીકના જ પ્રદેશમાં હોવો જોઈએ. એટલામાં દૂરથી ધૂળની ડમરીઓ આકાશમાં ચઢતી જોઈ. વિશાળ સેના સાથે તે આવી રહ્યો હતો. મેં તુર્ત જ અશ્વને પલાણ્યો અને અશ્વારૂઢ બની એ દિશામાં પ્રયાણ કર્યું. બંને સૈન્યો ભટકાયાં. ખૂનખાર જંગ જામ્યો. જાણે ભાવતું ભોજન મળ્યું! બે હાથમાં કરાળ કાળ જેવી તલવારો ઘુમાવતો હું અરિદમનની નજીક જઈ રહ્યો હતો. મારા સૈનિકો પૂરા ઝનૂનથી શત્રુસેનાને કાપી રહ્યા હતા. હું અરિદમનની નજીક પહોંચી ગયો. મેં અરિદમનને પડકાર્યો. રે કાયર, હું કનકરથ તારી સામે છું. આવ; મારી સાથે યુદ્ધ કર.” એ મારી તરફ ધસે એ પહેલાં તો છલાંગ મારી હું એના ઉપર તૂટી પડ્યો. મેં એને જીવતો પકડી લીધો. એના સૈનિકો ભાગવા માંડ્યા. મારી સેનાએ એમનો પીછો પકડ્યો. મિત્ર રાજ કુમારોએ અરિદમનને લાકડાના પાંજરામાં બંધ કરી દીધો. મેં મિત્રોને પૂછ્યું : “આનું શું કરીશું?' હમણાં તો આપણી સાથે જ લઈ ચાલો! આગળ જઈને વિચારીશું.” અમારું પ્રયાણ કાવેરી તરફ આગળ વધ્યું. થોડાક દિવસો પછી મને એ અરિદમન રાજા પ્રત્યે દયા આવી. મેં એને મુક્ત કરી દીધો. એને કહ્યું : જાઓ તમારા નગરમાં અને ખુશીથી તમારું રાજ્ય કરો.” પરંતુ અરિદમનના મુખ ઉપર કોઈ આનંદ ન વરતાયો. એ ગંભીર અને પ્રશાંત હતો. એ કોઈ ગહન વિચારમાં ડૂબી ગયેલો હતો. મેં એને ફરીથી કહ્યું : તમે હવે મુક્ત છો.... જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો.' તેણે મારી સામે જોયું. તેની દૃષ્ટિમાં વેધકતા હતી. રાજકમારા તમે મને તમારા બંધનમાંથી મુક્ત કરો છો, એ તમારી ઉદારતા છે. હું તમારી કદર કરું છું, પરંતુ શું આપણે ખરેખર મુક્ત છીએ?' “એટલે?' મને એની વાતમાં રસ પડ્યો, પરંતુ વાત સમજાણી નહીં. એટલે કુમાર, આપણે મુક્ત નથી! આપણા ઉપર.... આપણા આત્મા ઉપર જનમજનમનાં અનંત કર્મોનાં બંધન છે! આપણે બંધાયેલા છીએ. પરાધીન છીએ. એટલે હવે મારે રાજ્ય નથી જોઈતું. સુખવૈભવ નથી જોઈતાં... સંસારનાં સર્વ સુખો માત્ર મૃગજળ છે... માત્ર ઇન્દ્રજાળ છે... એ મૃગજળની પાછળ દોડવામાં જિંદગી ગુમાવી દીધી...” For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું અરિદમન! અદ્ભુત પરિવર્તન! થોડા જ દિવસો પૂર્વનો અરિદમન ક્યાં અને આજનો અરિદમન ક્યાં! ક્યાં એ લોહી-તરસ્યો રાજવી! અને ક્યાં આજનો આ શાંત-પ્રશાંત અને ધીરગંભીર રાજવી! મેં અરિદમનને મારી સામેના સિંહાસન ઉપર બેસવા વિનંતી કરી. તે બેઠો અને અનંત આકાશ તરફ અનિમેષ નયને જોતો રહ્યો. મેં કહ્યું : રાજનું, મારા તરફથી તમને ઘણું દુ:ખ પડ્યું...” ના રે ના, નરકનાં દુઃખો આ જીવે ક્યાં નથી ભોગવ્યાં! તમને હું દુઃખી કરવા આવ્યો હતો, તમે મને દુઃખી કરવા નહોતા આવ્યા. તમે તો શત્રુ પ્રત્યે પણ સૌજન્ય દાખવ્યું છે.” 'હવે તમારા માટે શું કરું?' મેં પૂછ્યું. હવે તમારે મારા માટે કંઈ કરવાનું રહેતું નથી. મારે જ મારા માટે કંઈક કરવાનું છે!” શું કરવા ધાર છો તમે?” હવે હું સમગ્ર સંસારનો ત્યાગ કરીશ. સંસારના સુખોનો ત્યાગ કરીશ... આત્મકલ્યાણની સાધનામાં લીન બનીશ.” એટલે?' હું ચોંકી ઊઠ્યો. જિજ્ઞાસાથી પુછાઈ ગયું. હું પરમાત્મા નમિનાથનાં ચરણોમાં જીવન સમર્પિત કરીશ. કર્મોનાં બંધનો તોડવાનો ધરખમ પુરુષાર્થ કરીશ.” અરિદમન ખરેખર અંતરના અરિઓનું દમન કરવા કટિબદ્ધ થઈ ગયા. હું સિંહાસન ઉપરથી ઊભો થઈ ગયો. એમનાં ચરણોમાં મેં મારું મસ્તક મૂકી દીધું. તેમણે મને ઊભો કર્યો અને પોતાની છાતીએ લગાડ્યો, ક્ષમાયાચના કરી અને તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. હું.... અમે એમની પાછળ પાછળ ચાલ્યા. થોડે દૂર ગયા અને તેમણે અમને રોકી દીધા. અમે ઊભા રહી ગયા. ને તેઓ ચાલ્યા ગયા. આમૂલ પરિવર્તના યુદ્ધમાં થયેલા પરાજયે એમની જ્ઞાનદૃષ્ટિને ખોલી નાંખી હતી. એ એમનો દુઃખગર્ભિત વૈરાગ્ય નહોતો. દુઃખગર્ભિત વૈરાગ્ય તો સુખ મળતાં વરાળ થઈને ઊડી જાય. અરિદમનને મેં એમનું રાજ્ય પાછું આપ્યું હતું. એમને એમનાં સુખ પાછાં મળી ગયાં હતાં. પણ એમણે ન સ્વીકાર્યા.... મેં પાછળથી સાંભળ્યું હતું કે તેઓ ત્યાંથી સીધા પરમાત્મા નમિનાથનાં ચરણોમાં જ પહોંચી ગયા હતા. પોતાની રાજધાનીમાં પણ ગયા ન હતા. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧0 પાંપણે બાંધ્યું પાણિયારું પરમાત્માનાં ચરણોમાં જીવન સમર્પિત કરી તપ-ત્યાગ અને જ્ઞાન-ધ્યાનમાં લીન બની તેમણે સર્વે કર્મોનો ક્ષય કર્યો હતો અને નિર્વાણ પામ્યા હતા. અમે ત્યાંથી પ્રયાણ કર્યું.... પરંતુ હૃદય ભારે થઈ ગયું હતું. અરિદમન પ્રત્યે હૃદય સહાનુભૂતિથી ગદ્ગદ્ થઈ ગયું હતું. અરિદમને લીધેલો નિર્ણય સારો હતો, એમ તો સમજાયું હતું, પરંતુ એ સાધુ ન બની જાય.... રાજ્ય ભોગવે.... એવું મન બોલી રહ્યું હતું.... કારણ કે એમના પ્રત્યે સ્નેહ થઈ ગયો હતો ને! એ સ્નેહ થવાનું કારણ પાછું એ જ હતું.... એમનો સર્વત્યાગનો નિર્ણય! યુદ્ધ તો વીસરાઈ ગયું.... શત્રુતા તો ક્યાંય ચાલી ગઈ... ઉપરથી પ્રમોદભાવ ઊભરાવા લાગ્યો. અમારા રથ જંગલના માર્ગે દોડી રહ્યા હતા.... મારું મન અરિદમનની પાછળ દોડી રહ્યું હતું. એ ઘટનાની મારા મન ઉપર ઘેરી અસર થઈ હતી. આમેય મારું હૃદય ભાવુક હતું. મને આવી કરુણ ઘટનાઓની અસર જલદી થઈ જતી. અમે એક એવા વનપ્રદેશમાં પ્રવેશ કર્યો કે જે વનપ્રદેશ અત્યંત રમણીય હતો, સહુની ઇચ્છા એ પ્રદેશમાં વિશ્રામ કરવાની થઈ. સહુ થાક્યા પણ હતા. અમે ત્યાં દિવસ અને રાત વ્યતીત કરાવાના ઇરાદાથી પડાવ નાખ્યો. વનપ્રદેશ નગરપ્રદેશ જેવો બની ગયો. પડાવ તો નાંખી દીધો, પરંતુ ત્યાં પાણી ન હતું! પાણીની તપાસ કરવા કેટલાક પુરુષો એ પ્રદેશના અંદરના ભાગમાં ગયા. અમારી પાસે જે પાણી હતું તેનાથી મધ્યાહ્નનું ભોજન થઈ ગયું.... પરંતુ પાણી શોધવા ગયેલા પુરુષો પાછા ન આવ્યા! મને ચિંતા થઈ. ત્રીજો પ્રહર પૂરો થયો અને ચોથો પ્રહર શરૂ થઈ ગયો... હું ઘોડેસવારોને એ પુરુષોની શોધ કરી લાવવા રવાના કરતો હતો, ત્યાં જ પેલા પુરુષો પાણી લઈને આવતા દેખાયા. જ્યારે તેઓ મારી પાસે આવ્યા. મેં રોષથી તેમને પૂછ્યું : ‘તમે ક્યાં ગયા હતા? તમને પાણી લેવા મોકલ્યા હતા કે સહેલ કરવા? સાચું કહો, તમે ક્યાં ગયા હતા અને આટલો સમય કેમ લાગ્યો?' તે પુરુષોએ સ્વસ્થતાથી મને પ્રત્યુત્તર આપ્યો : “હે મહારાજ કુમાર, અહીંથી પૂર્વ દિશામાં અમે ગયા. એક ઉદ્યાન જેવા પ્રદેશમાં અમે પહોંચ્યા. ત્યાં નિર્મળ જલથી છલોછલ ભરેલા સરોવરને જોયું, અમે રાજી થયા. અમે એ વનપ્રદેશનું સૌંદર્ય જતા હતા ત્યાં એક બાજુ થોડે દૂર ઝૂલા ઉપર બેઠેલી એક સુંદર કન્યાને જોઈ.... અમે જોતા જ રહી ગયા... શું For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ પાંપણે બાંધ્યું પાણિયારું એ વનદેવી હશે કે સ્વર્ગની અપ્સરા હશે! અદ્દભુત રૂપ.... અદભુત લાવણ્ય! એ એની મસ્તીમાં હતી. ઝૂલા પર હીંચતી હતી.... ગાતી હતી...... અને મનને હરી લે તેવા હાવભાવ કરતી હતી... પરંતુ જ્યાં એણે અમને જોયા.... એકદમ ઝૂલા ઉપરથી ઊતરી ગઈ.... અને ક્ષણવારમાં એ વનમાં અદશ્ય થઈ ગઈ. હે કૃપાળુ, અમે એ કન્યાને શોધવા માટે એ બાજુ ગયા. એક એક વૃક્ષની પાસે જઈને તપાસ કરી... પણ એ ન જડી તે ન જડી. અમે નિરાશ થઈ ગયા.... શું એનું ગજબ રૂપ હતું... હજુ પણ અમારી કલ્પનામાં એવી જ તાદૃશ તરવરે છે... અમને વિલંબ થવાનું આ કારણ છે.” એ પુરુષોની વાત સાંભળી મારું મન ચંચળ થઈ ગયું. મારા ચિત્તમાં ખળભળાટ થવા માંડ્યો. સૂર્યાસ્ત થઈ ગયો હતો. સંધ્યાકાલીન કર્તવ્યોને પૂરાં કરી હું પલંગમાં પડ્યો.... મને પેલા પુરુષોએ કરેલી વાતે એવો જ કડી લીધો હતો કે મને નિદ્રા જ ન આવી. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 3 Acharya Shri Kailassagarsuri Gyanmandir મારા સૈનિકોના મુખે જેના રૂપની પ્રશંસા મેં સાંભળી, તે વનકન્યાને જોવાનો મેં નિર્ણય કર્યો. પ્રશંસાના શબ્દોના સહારે મેં એ વનકન્યાની કલ્પનામૂર્તિ તો ઘડી જ કાઢી હતી.... એ કલ્પનામૂર્તિએ મારા મનને મોહી લીધું હતું..... ક્યારેય નહીં જાગેલાં.... એવાં સંવેદનો હું અનુભવી રહ્યો હતો. ‘ભલે મારા સૈનિકો એ રૂપસીને શોધી ન શક્યા, હું જરૂર એને શોધી કાઢીશ.... અને એના દિવ્ય રૂપનું નયનકોરા ભરી ભરીને પાન કરીશ....’ પ્રભાતે ઊઠીને મેં તુર્ત જ છાવણીમાં ઘોષણા કરાવી દીધી કે ‘આજે આપણે અહીં જ વિશ્રામ કરવાનો છે, આગળ વધવાનું નથી.' સ્નાનાદિથી નિવૃત્ત થઈને મેં ૫૨માત્માનું પૂજન કર્યું. માતાએ પ્રતિદિન પરમાત્મપૂજન કરવાની ટેવ પાડી દીધેલી. રત્નની એક સુંદર જિનમૂર્તિ મેં સાથે જ રાખેલી હતી. શુદ્ધ જળથી પરમાત્માને અભિષેક કરી, તાજાં સુગંધી પુષ્પોથી મેં ભાવપૂર્વક પૂજા કરી.... મને પૂજન કરતાં કરતાં રોમાંચ થયો..... મારી રોમરાજી વિકસ્વર થઈ ગઈ. સ્તવન કરતાં મારી આંખો હર્ષનાં આંસુઓથી ભરાઈ ગઈ.... કોઈ અવ્યક્ત દિવ્ય આનંદ મેં અનુભવ્યો. મારા જીવનમાં આ પણ પહેલો જ અનુભવ હતો. ‘પ૨માત્મપૂજનમાં દિવ્ય આનંદની અનુભૂતિ થઈ શકે છે.’ આ સત્ય મેં એ દિવસે મનોમન સ્વીકારી લીધું. એ દિવસે પરમાત્માની વીતરાગમુદ્રા મને પ્રસન્ન ભાસી. પરમાત્માની આંખોમાં ભારોભાર પ્રીતિનાં અમૃત ઊછળતાં જોયાં. પૂજનવિધિ પૂર્ણ કરી મિત્ર રાજકુમારો સાથે દુગ્ધપાન કર્યું અને ગઈ કાલે વનકન્યાને જોઈ આવનારા પેલા સૈનિકોને સાથે લઈ અમે એ દિશામાં ઊપડ્યા. જેમ જેમ એ દિશામાં અમે આગળ વધતા ગયા, તેમ તેમ કુદરતનું સૌંદર્ય અમને મુગ્ધ કરતું હતું. ‘જંગલમાં કુદરતે આટલો શણગાર કોના માટે સજ્યો હશે?' આ પ્રશ્ન ઊઠતાં જ મારી કલ્પનામૂર્તિ સાકાર થઈ! ‘સમજાયું! આવી સ્વર્ગકન્યા આ પ્રદેશમાં વિચરતી હોય.... પછી કુદરત કેમ શણગાર ન સર્જ!' અમે એક વિશાળ સરોવરની પાસે આવી પહોંચ્યાં. પાણીમાં ધોળા ધોળા હંસલાઓ મુક્ત ક્રીડા કરી રહ્યા હતા. કિનારા ઉપરનાં વૃક્ષોનાં પાણીમાં પ્રતિબિંબ પડતાં હતાં. ઠંડી ઠંડી હવા તન-મનને પ્રફુલ્લિત કરતી હતી. મારા For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું સૈનિકોએ કહ્યું: “મહારાજ કુમાર, આ જ એ પ્રદેશ છે કે જ્યાં અમે ગઈ કાલે રૂપરૂપના અંબારસમી વનકન્યાને જોઈ હતી. અને મારી પ્યાસી આંખો ચારે દિશામાં એ વનકન્યાને જોવા માટે ફરી વળી.... મેં સરોવરની આસપાસ ફરીને એ વનકન્યાને શોધવા માંડી. ત્યાં એક વનનિકુંજની પાસે ઊભેલી અને મારી તરફ એકીટસે જોઈ રહેલી એક કન્યાને મેં જોઈ.... હું જોઈ જ રહ્યો, એ જરા પણ હાલ્યાચાલ્યા વિના એ જગાએ ઊભી રહી હતી. ક્યારેય... ક્યાંય ન જોયેલું રૂપ મેં જોયું. સાક્ષાત્ કામદેવ જ સુંદરીનું રૂપ ધરીને પૃથ્વી ઉપર ઉતરી આવ્યો હતો, એમ મને લાગ્યું. “આ કોણ હશે? આ જંગલમાં આટલી નિર્ભયતા શું ખરેખર આ કોઈ દિવ્ય પ્રદેશની અપ્સરા હશે? આનો સ્વામી કોણ હશે?' મારા મનમાં વિચારોની હારમાળા ચાલુ થઈ ગઈ. હું વારંવાર એની સામે જોતો હતો. એ મારી સામે જે જોઈ રહી હતી.... કુતૂહલથી! આશ્ચર્યથી! મારું મન એના પ્રત્યે અનુરાગી બની ગયું. હું એની પાસે જાઉં? પાસે જાઉં અને અદૃશ્ય થઈ જાય તો?’ મને મારા સૈનિકોએ ગઈ કાલે કહેલી વાત યાદ આવી ગઈ! પરંતુ તુર્ત જ મને વિચાર આવ્યો : “એ મારી સામે અનિમેષ નયને જોઈ રહી છે.... ઊભી રહી છે... મારા પ્રત્યે એના મનમાં પણ અનુરાગ જાગ્યો હોવો જ જોઈએ.... નહીંતર એ ભાગી જાત.” આમ હું વિચારું છું, ત્યાં મેં મારા સૈનિકોનો કોલાહલ સાંભળ્યો. સૈનિકો સ્નાનાદિ માટે સરોવર પાસે આવેલા હતા. એ વનકન્યાએ સૈનિકોને જોયા અને એ જ ક્ષણે એ દોડી ગઈ... ક્યાં ચાલી ગઈ એની મને ખબર ન પડી. હું એ બાજુ ઝડપથી આગળ વધ્યો. મિત્ર રાજકુમારોને કહ્યું : “તમે છાવણીમાં જાઓ, હું આવી જઈશ.’ હું એ વનકન્યાને શોધતો આગળ ચાલતો ગયો. મારાં તન-મન વ્યાકુળ બની ગયાં હતાં. હું રાગના પ્રગાઢ બંધનમાં જકડાઈ ગયો હતો. એને જોયા પછી એને મેળવવાની પ્રબળ ઇચ્છા જાગ્રત થઈ હતી. મારું પુરુષત્વ ઊછળી રહ્યું હતું. થોડો આગળ વધ્યો. ઊંચાં ઊંચાં અશોકવૃક્ષોની વચ્ચે ઊભેલું એક રમણીય મંદિર જોયું. મંદિરની આસપાસનો પ્રદેશ સ્વચ્છ હતો. મેં વિચાર્યું : “જરૂર એ સુલોચના આ મંદિરમાં જ હોવી જોઈએ.... સૈનિકોથી ડરીને મંદિરમાં જ પ્રવેશી ગઈ હશે....” એમ વિચારીને મેં મંદિરમાં પ્રવેશ કર્યો. મંદિરમાં પ્રવેશ કરતાં જ મેં સામે પરમાત્મા ઋષભદેવની ભવ્ય અને નયનરમ્ય મૂર્તિ જોઈ. તુર્ત જ બે હાથ જોડાઈ ગયા... મસ્તક નમી પડ્યું... For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ પાંપણે બાંધ્યું પાણિયારું નમો જિણા' બોલાઈ ગયું.... ખરેખર, હું એ વનકન્યાને ભૂલી ગયો! મનના વિચારોનું કેવું એકાએક પરિવર્તન! નિમિત્તોની કેવી અસર! મારા મનના વિકારો શાંત થઈ ગયા. મારી આંખો ભગવાન આદિનાથની કરુણારસભરી આંખો સાથે જડાઈ ગઈ. મને પરમાત્માનું પૂજન કરવાનું મન થયું. મારાં વસ્ત્ર શુદ્ધ હતાં. હું મંદિરની બહાર આવ્યો. પાસે જ બગીચો હતો. બગીચામાં જઈને સુગંધભરપૂર પુષ્પો લઈ આવ્યો. ઉત્તરીય વસ્ત્રથી મુખકોશ બાંધીને મેં પરમાત્માની પુષ્પપૂજા કરી... પુષ્પપૂજા કરતાં વળી પાછો જેવો સવારે થયો હતો એવો જ રોમાંચ થયો... એવું અપૂર્વ આત્મસંવેદન થયું કે એને શબ્દોમાં વ્યક્ત કરી ન શકું. મારા મુખમાંથી સહજ ભાવે જ પરમાત્માની સ્તવના રેલાવા લાગી. મુખેથી શબ્દો રેલાયા.... આંખોમાંથી આંસુ રેલાયાં... ઉત્તરીય વસ્ત્રથી આંખો લૂછીને જોઉં છું તો મંદિરનાં સોપાન ચઢીને એક વયોવૃદ્ધ મુનિ ધીમે પગલે મંદિરમાં આવી રહ્યા છે! માથે શ્વેત વાળની લાંબી જટા છે.. પરમાત્માને પ્રણામ કર્યા, ઊભો થયો અને મુનિની સામે જઈને તેમને પ્રણામ કર્યા... કરું છું ત્યાં તો હાથમાં પુષ્પોનો કરંડિયો લઈને એ જ વનકન્યા ઝડપથી મંદિરમાં આવીને એ વૃદ્ધ મુનિની પાછળ ઊભી રહી ગઈ. એ મારી સામે જોઈ રહી હતી. હું વૃદ્ધ મુનિ સાથે વાત કરતાં કરતાં એની સામે જોઈ લેતો હતો. એની આંખોમાં આદર હતો, સ્નેહ હતો.... ઘણું ઘણું હતું. ભ્રમરથી વધુ કાળા વાળની જટા વચ્ચે એનું ગોરું મુખડું વાદળોની વચ્ચે ચમકતા ચન્દ્રમાને યાદ કરાવતું હતું. વદ્ધત્વે જેમના સમગ્ર દેહને જર્જરિત કરી દીધો હતો, તેવા એ મહામુનિએ સાકરથીયે મધુર વાણીમાં મને પૂછ્યું : વત્સ! તું ક્યા કુળનો શણગાર છે? તારું નામ શું છે અને અહીં આ વનપ્રદેશમાં આવવાનું શું પ્રયોજન છે?' મેં મારો પરિચય પરિમિત શબ્દોમાં આપ્યો. ઋષિએ મને વિશેષ ન પૂછયું. મેં આપેલા પરિચયથી એમને સંતોષ થયો હોય એમ મને લાગ્યું. મેં મારી જિજ્ઞાસા સંતોષવા ઋષિને પૂછયું : “હે મહર્ષિ, આ જંગલમાં અહીં જિનમંદિર કોણે બંધાવ્યું છે? આપનો પરિચય શું છે અને આ કન્યા કોણ છે? કૃપા કરીને મારી જિજ્ઞાસા સંતોષો, જો આપને વાંધો ન હોય તો.” એ ગૃહસ્થ ઋષિએ ખૂબ સ્નેહભર્યા સ્વરે મને કહ્યું : “કુમાર, અમારી કથા For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ પાંપણે બાંધ્યું પાણિયારું. લાંબી છે, તેને કહેવામાં મને કોઈ વાંધો નથી... પહેલાં અમે પરમાત્મા-પૂજા કરી લઈએ. તું થોડો સમય અમારી પ્રતીક્ષા કર.' મેં એ મહાત્મામાં જેમ સહજ સ્નેહાળતા જોઈ, કરુણા જોઈ, તેમ કોઈ ઊંડી વેદનાનું પણ અનુમાન કર્યું. એમની કાયા ભલે ક્ષીણ બની હતી, પરંતુ એમનું વ્યક્તિત્વ ભવ્ય હતું, આકર્ષક હતું, લાંબી શ્વેત જટા અને દાઢીમાં એમની તેજસ્વિતા વધુ ઝગારા મારતી હતી. તેઓ પરમાત્મા ઋષભદેવનાં અર્ચનપૂજનમાં પ્રવૃત્ત થયા. પેલી કન્યા પણ એ ઋષિવરની સાથે ચાલી ગઈ હતી અને પૂજનમાં સહાય કરી રહી હતી.... એના મુખ ઉપર નરી મુગ્ધતા હતી. સંસારના તડકા-છાંયડાથી સાવ અપરિચિત એવી એ કન્યા પ્રત્યે માત્ર રૂપથી જ નહીં, પરંતુ કોઈ અવ્યક્ત આકર્ષણથી હું ખેંચાઈ રહ્યો હતો. એનો મારા પ્રત્યેનો અનુરાગ હું પામી ગયો હતો. ખૂબ શાંતિથી, સમતાથી અને ભક્તિભાવથી પૂજા કરીને એ મહર્ષિ મારી પાસે આવ્યા. મારી સામે દૃષ્ટિ સ્થાપિત કરી તેમણે કહ્યું : ‘કુમાર, અહીં નજીકમાં જ મારી ઝૂંપડી છે, ત્યાં ચાલો. તમારો સત્કાર કરવાનો મને લાભ. આપો.” મેં મૌન સંમતિ આપી અને એમની સાથે મંદિરનાં પગથિયાં ઊતરવા માંડ્યો. ઋષિકન્યા ઋષિનો એક હાથ પકડીને ચાલી રહી હતી. મંદિરની નજીક જ એમની ઝૂંપડી હતી. એ ઝૂંપડી ન હતી, એક નાનકડો સુંદર આશ્રમ હતો. એ આશ્રમમાં સાદાઈ, સ્વચ્છતા અને સુંદરતાનો સંગમ થયેલો હતો. પ્રાંગણમાં નાની શી પુષ્પવાટિકા હતી. જુદાં જુદાં સુગંધી પુષ્પોથી સમૃદ્ધ વાટિકા સુગંધ રેલાવતી હતી. અમે વાટિકામાંથી પસાર થઈ કાષ્ઠ, પર્ણ અને માટીથી નિર્મિત એક વિશાળ ખંડમાં દાખલ થયા. મને બેસવા માટે ઋષિકન્યાએ દર્ભાસન બિછાવ્યું. ઋષિ કાષ્ઠાસન પર બેઠા, એમની પાસે જ હું દર્ભાસન પર બેઠો. ઋષિકન્યા અંદરના ખંડમાં ચાલી ગઈ અને થોડી જ વારમાં દૂધનો પ્યાલો અને સ્વાદિષ્ટ ફળ લઈને હાજર થઈ. ઋષિએ મને કહ્યું : “અમારું આતિથ્ય સ્વીકારો, કુમાર. અમને આનંદ થશે.' ઋષિકન્યા મૌન હતી, પરંતુ એ પણ મને મૌનપણે આગ્રહ કરી રહી હતી. હું એમનો આગ્રહ ટાળી ન શક્યો. આતિથ્યનો સ્વીકાર કરીને મેં સંતોષ અનુભવ્યો. ઋષિએ કહ્યું : “કુમાર, હવે હું તમને આ જિનમંદિર અંગે, મારા અંગે અને આ કન્યા અંગે સર્વ વિગત જણાવું છું. અમારી આ કથા ખરેખર વ્યથા ભરેલી છે. છતાં એ વ્યથાને હૃદયમાં ભંડારી દઈને અમે જીવન જીવી રહ્યાં છીએ. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું આપણા જ આ દેશમાં અમરાવતી નામનું નગર છે. નગરના રાજાનું નામ હરિપેણ અને રાણીનું નામ પ્રિયદર્શના. તેમને એક પુત્ર હતો, તેનું નામ જિતસેન. એક દિવસ રાજા હરિષણ અશ્વારૂઢ બની નગરના બાહ્ય ઉદ્યાનમાં જઈ રહ્યા હતા. અશ્વ ઉપર આરૂઢ થયા હતા તે અશ્વ નવો હતો. રાજાને ખબર ના પડી કે આ અશ્વને વિપરીત શિક્ષણ આપવામાં આવ્યું છે! અશ્વ રાજાના કાબૂમાં ન રહ્યો. પવનવેગે તે દોડવા જ માંડ્યો... કેટલાંય યોજન એણે દોડ્યા કર્યું..... છેવટે આ વનપ્રદેશમાં આવીને એ અશ્વ ઊભો રહ્યો, જેવો અશ્વ ઊભો રહ્યો..... એ રાજા નીચે ઊતરી ગયો. રાજાના સૈનિકો પણ રાજાની પાછળ અશ્વારોહી બનીને, રાજાને શોધતા આ પ્રદેશમાં આવી પહોંચ્યા હતા. રાજા હરિષણ આ વનપ્રદેશમાં ફરતાં ફરતાં આ આશ્રમમાં આવી ચડ્યા. એ વખતે આ આશ્રમમાં ‘વિશ્વભૂતિ’ નામના મહર્ષિ કુલપતિ હતા. અનેક સંસારત્યાગી સંન્યાસીઓ આ આશ્રમમાં રહી આત્મસાધના કરતા હતા. મહર્ષિ વિશ્વભૂતિની સંન્યાસ પરંપરા કચ્છ-મહાકચ્છની હતી. ભગવાન ઋષભદેવની સાથે જ કચ્છ-મહાકચ્છ સંસારનો ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કરેલું હતું... ભગવાન ઋષભદેવને જ્યારે એક વર્ષ સુધી ભિક્ષા ન મળી, કચ્છ-મહાકચ્છ ભગવાનને છોડી, નદીના કિનારે રહી, કંદમૂળ અને સેવાળનો આહાર કરતા, તપશ્ચર્યા કરતા હતા. સતત ભગવાન ઋષભદેવનું સ્મરણ કરતા હતા.... એ કચ્છ-મહાકચ્છનો સાધનામાર્ગ હજુ ચાલ્યો આવે છે. તેમની પરંપરામાં આ “વિશ્વભૂતિ' મહર્ષિ થયા હતા. રાજા હરિફેણ જ્યારે આશ્રમમાં આવ્યા, કુલપતિને વિનયપૂર્વક નમસ્કાર કર્યા. કુલપતિએ હરિર્ષણને આવકાર આપ્યો. રાજચિનોથી કુલપતિએ જાણી લીધું કે “આ રાજા છે.” રાજાને પ્રેમપૂર્વક આશીર્વાદ આપ્યા અને પૂછ્યું : મહાનુભાવ, તમે ક્યાંથી અહીં આવ્યા છો? તમે એકલા જ કેમ છો?' રાજાએ યથાર્થ પરિચય આપ્યો. બનેલી ઘટના કહી સંભળાવી, એટલામાં તો રાજાના સૈનિકો આશ્રમમાં આવી પહોંચ્યા. રાજાને જોઈને તેઓ હર્ષિત થયા. કુલપતિએ આશ્રમની બહાર સૈનિકો માટે તંબૂઓ તણાવ્યા. રાજાને મહર્ષિ વિશ્વભૂતિનો સ્નેહપૂર્ણ વ્યવહાર તો ગમી ગયો, પરંતુ આશ્રમનું વાતાવરણ પણ ખૂબ ગમી ગયું. આશ્રમવાસી સાધુ-સંન્યાસીઓનું પ્રસન્નતાભર્યું, પવિત્રતામય અને આત્મઆરાધનાથી ભરપૂર જીવન જોઈને રાજાને અનહદ પ્રમોદ થયો. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ પાંપણે બાંધ્યું પાણિયારું મહર્ષિ વિશ્વભૂતિએ રાજા હરિષણની આગતા-સ્વાગતામાં જેમ કોઈ ઊણપ ન રાખી, તેમ રાજાના હૃદયને ધર્મવાણીથી એવું ભીંજવી દીધું કે રાજાને મહર્ષિ પ્રત્યે અંતરંગ પ્રીતિ જાગ્રત થઈ. મહર્ષિએ પરમાત્મા ઋષભદેવના એવા ગુણો ગાયા... કે રાજાના હૃદયમાં પરમાત્મા ઋષભદેવ પ્રત્યે ભરપૂર ભક્તિભાવ ઉલ્લસ્યો. તેમના મનમાં મનરથ પ્રગટ્યો કે “હું આ આશ્રમમાં ભગવાન ઋષભદેવનું સુંદર મંદિર બનાવી, પરમાત્માની નયનરમ્ય પ્રતિમા પધરાવું!' તેમણે કુલપતિને પોતાની ભાવના બતાવી. કુલપતિએ મનોરથની અનુમોદના કરી. રાજાએ તુર્ત જ સૈનિકોને બોલાવી આજ્ઞા કરી : “આશ્રમમાં એક સુંદર મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરો. નગરમાં જઈને કારીગરોને બોલાવી લાવો. સામગ્રી ભેગી કરો. જ્યાં સુધી મંદિરનું કાર્ય પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હું અહીં જ રહીશ.” હે કુમાર, રાજા હરિએણે ઉલ્લસિત ભાવથી આ જિનમંદિરનું નિર્માણ કરાવ્યું અને તમે હમણાં જે પ્રભુનું સુગંધી પુષ્પોથી પૂજન કર્યું તે આદિનાથ પ્રભુની પ્રતિમાને એ રાજાએ બિરાજમાન કરી.” મારા એક પ્રશ્નનો જવાબ આપી એ વયોવૃદ્ધ મુનિએ થોડી ક્ષણે વિશ્રામ કર્યો. મારી એક જિજ્ઞાસા સંતોષાયાનો મને હર્ષ થયો. ઋષિકન્યા પણ એકાગ્ર ચિત્તે બધી વાત સાંભળી રહી હતી. ક્યારેક ક્યારેક એ મારા મનોભાવ જાણવા મારી સામે જોઈ લેતી હતી. જ્યારે એ મારી સામે જોતી હતી અને અમારી દષ્ટિ મળી જતી હતી.... ત્યારે હું રોમાંચ અનુભવતો હતો, ઋષિવરે મારી બીજી જિજ્ઞાસા સંતોષવા, પોતાની વાત આગળ ચલાવી. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ४ Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘કુમા૨, જ્યારે જિનમંદિરનું કાર્ય સંપૂર્ણ થઈ ગયું, ત્યારે રાજા હરિષણે કુલપતિને કહ્યું : ‘હે કૃપાવંત, હવે હું અમરાવતી જઈશ, મને અનુજ્ઞા આપો.' કુલપતિના હૃદયમાં રાજા પ્રત્યે ખૂબ આદરભાવ હતો. તેમણે રાજાને કહ્યું: ‘રાજનૂ, તમે પ્રસન્ન ચિત્તે અમરાવતી પધારો. તમને હું આ એક વિષાપહાર મંત્ર આપું છું. આ મંત્રના પ્રભાવે કોઈ પણ મનુષ્યને ગમે તેનું ઝેર ચડ્યું હોય, તે ઊતરી જાય છે. તમે પરોપકારી છો, પરમાર્થી છો, માટે આ મંત્ર તમને આપું છું.' રાજાએ મહર્ષિનાં ચરણોમાં મસ્તક મૂકી દીધું. વિનયથી મંત્ર ગ્રહણ કર્યો અને આંખોમાં આંસુ સાથે રાજાએ આ આશ્રમમાંથી વિદાય લીધી. જ્યારે રાજા અમરાવતી પહોંચ્યા, ત્યારે નગરવાસી હજારો સ્ત્રી-પુરુષોએ રાજાનું ભાવભીનું ભવ્ય સ્વાગત કર્યું. રાણી પ્રિયદર્શનાને ખૂબ હર્ષ થયો. કુમાર જિતસેનનું હૃદય આનંદથી ખીલી ઊઠ્યું. એક દિવસ મહારાજા હરિષણ રાજસભામાં બેઠા હતા, ત્યારે એક અપરિચિત પુરુષે રાજસભામાં પ્રવેશ કર્યો. પ્રણામ કરીને તેણે નિવેદન કર્યું : ‘હે દયાળુ નરેશ્વર, હું મંગલાવતી નગરીથી આવું છું. અમારા રાજાનું નામ છે પ્રિયદર્શન. મહારાણીનું નામ છે વિદ્યુત્પ્રભા. તેમની રાજ કુમારી છે પ્રીતિમતિ. હે રાજેશ્વર, એ પ્રીતિમતિને એક ભયંકર સાપે ડંખ દીધો છે. રાજકુમારી નિશ્ચેષ્ટ થઈને પડી છે. રાજા-રાણીના કલ્પાંતનો પાર નથી. રાજાએ આ દુઃખદ પરિસ્થિતિ આપને જણાવવા મને મોકલ્યો છે....' સંદેશવાહકની આંખો ભીની થઈ હતી.... એનો અવાજ ગળગળો થઈ ગયો હતો. રાજાએ સંદેશવાહકને કહ્યું : ‘આપણે હમણાં જ મંગલાવતી તરફ પ્રયાણ કરીએ છીએ.’ એક ક્ષણનોય વિલંબ કર્યા વિના રાજા અશ્વારૂઢ બની, થોડાક સૈનિકોની સાથે મંગલાવતી તરફ ઊપડી ગયા. પવનવેગી અથે બીજા જ દિવસે રાજાને મંગલાવતીમાં પહોંચાડી દીધા. સીધા જ રાજમહેલમાં પહોંચીને રાજકુમારી પ્રીતિમતિને તપાસી. રાજકુમારીના શ્વાસોચ્છ્વાસ ચાલુ હતા. રાજા હિ૨ષેણે તુર્ત જ ‘વિષાપહાર મંત્ર'નો પ્રયોગ આરંભ્યો. મંત્રદાતા ગુરુદેવ વિશ્વભૂતિનું સ્મરણ કરીને કરેલા મંત્રપ્રયોગથી તુર્ત જ પ્રીતિમતિ વિષમુક્ત બની. તેણે For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ પાંપણે બાંધ્યું પાણિયારું આંખો ખોલી. રાજા પ્રિયદર્શન અને રાણી વિધુત્રભાની આંખોમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં. રાજકુમારીને પોતાના ઉત્સંગમાં લઈ રાજા-રાણી ભાવવિભોર થઈ ગયાં. રાજા હરિએણે રાજા પ્રિયદર્શનને કહ્યું : “રાજનું, મને અનુજ્ઞા આપો, હું અમરાવતી જઈશ.” રાજા પ્રિયદર્શને કહ્યું : “હે ઉપકારી મહાપુરુષ, તમને એમ જ નહીં જવા દઉં. થોડા દિવસ અહીં રોકાવું જ પડશે. અમને આપની સેવાનો અવસર આપી અમારાં ચિત્તને સંતુષ્ટ કરવાં પડશે.” રાજા પ્રિયદર્શનના અતિ આગ્રહને રાજા હરિષણ ટાળી ન શક્યા. તેઓ મંગલાવતીમાં થોડા દિવસ રોકાયા. એ અરસામાં રાજા પ્રિયદર્શન અને રાણી વિદ્યુતૂભાએ નિર્ણય કરી લીધો કે “પ્રીતિમતિનું લગ્ન રાજા હરિપેણ સાથે કરવું.” એક દિવસ તેમણે રાજા હરિપેણને પોતાનો મનોરથ જણાવી દીધો. શુભ દિવસે અને શુભ મુહુર્ત પ્રીતિમતિનાં લગ્ન રાજા હરિફેણ સાથે થઈ ગયાં. પ્રીતિમતિને લઈને રાજા હરિપેણ અમરાવતી આવ્યા. નગરવાસીઓએ રાજા-રાણીનું આનંદભેર સ્વાગત કર્યું. રાણી પ્રિયદર્શનાએ પ્રીતિમતિનો હૈયાનાં હેતથી આદર કર્યો. પ્રીતિમતિએ રાણી પ્રિયદર્શનામાં જાણે પોતાની માતાનાં દર્શન કર્યા. બંને રાણીઓના સંગે વર્ષો સુધી રાજા હરિપેણે ભોગસુખ ભોગવ્યાં. રાજ કુમાર જિતસેન યૌવનમાં આવતાં એક સુશીલ રાજકુમારી સાથે એનાં લગ્ન કર્યા. લગ્નમહોત્સવ પૂર્ણ થતાં જ રાણી પ્રિયદર્શનાએ દેહનો ત્યાગ કર્યો... અચાનક જ રાણીએ આ સંસારમાંથી વિદાય લઈ લીધી... રાજા હરિપેણના હૃદયને ભારે આંચકો લાગ્યો. તેમનું મન ઉદ્વિગ્ન થઈ ગયું. રાણી પ્રીતિમતિ રાજાના મનને શાંત-પ્રશાંત કરવા અનેક ઉપાયો કરે છે.... રાજાનું મન હળવું બને છે, પરંતુ સંસારનાં ભોગસુખોથી વિરક્ત બને છે! પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો તેમને અસાર ભાસે છે. રાજ્યવૈભવો તેમને ક્ષણિક સમજાય છે. એક દિવસ તેમણે પ્રીતિમતિને કહ્યું : “દેવી, મારું મન હવે રાજમહેલમાં ઠરતું નથી... સંસારનું કોઈ સુખ હવે મને સુખરૂપ લાગતું નથી.... હવે તો બસ, શેષ જીવન ગુરુદેવના આશ્રમમાં રહીને વ્યતીત કરવાની ઇચ્છા થાય છે. પરમાત્મા ઋષભદેવનાં ચરણકમળની સેવા કરતાં કરતાં જીવન પૂર્ણ થાય....” પ્રીતિમતિએ રાજાની ઉચ્ચ ભાવનાને અભિનંદતાં કહ્યું : “હે નાથ, આપની ભાવના ઉત્તમ છે. ઉત્તરાવસ્થામાં આત્મકલ્યાણ સાધી લેવાની ભગવાન ઋષભદેવે પ્રરૂપેલી સંસ્કૃતિ છે. આપનો મનોરથ મને પણ ગમ્યો છે. હું પણ આપની સાથે જ આવીશ.' For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ પાંપણે બાંધ્યું પાણિયારું રાજા હરિષણનું મન ખૂબ પ્રસન્ન થઈ ગયું. તેમને પોતાનો મનોરથ સફળ થતો દેખાયો. પરંતુ રાણીએ સાથે આવવાની વાત મૂકી, તેથી રાજાએ કહ્યું : દેવી, તમે તો અહીં જ રહો. તમને અહીં કોઈ જ કષ્ટ નહીં પડે. આશ્રમનું જીવન તમારાથી નહીં જિવાય...' “મારા નાથ, મારે મન તો જ્યાં આપ હો ત્યાં રાજમહેલ છે. આપની છાયામાં જ મારું સ્વર્ગ છે. હું આપની છાયા બનીને રહીશ, આપની આત્મસાધનામાં બાધક નહીં બનું.' પ્રીતિમતિએ પોતાની ભાવનાને સ્પષ્ટ કરી. “શું તમને એમ લાગે છે કે રાજકુમાર જિતસેન તમારી સારસંભાળ નહીં રાખે... તમારી અવગણના કરશે?” “ના રે ના, રાજકુમારની મારા પ્રત્યે અપાર ભક્તિ છે, મારા દેવ! એ મારામાં મહાદેવી પ્રિયદર્શનાનાં દર્શન કરે છે! એ માતૃભક્ત રાજકુમાર માટે મારા એક રૂંવાડામાંય શંકા નથી.... પરંતુ હું આપના વિના મહેલમાં રહી શકું નહીં. આપના વિનાનો મહેલ મારે મન સ્મશાન છે....” 'રાજા હરિષણની આંખો હર્ષનાં આંસુથી ભીની થઈ ગઈ. તેમણે પ્રીતિમતિને સાથે આવવાની અનુમતિ આપી. બીજી બાજુ રાજ કુમાર જિતસેનના રાજ્યાભિષેકની તૈયારીઓ કરાવવા માંડી. અલબત્ત, હરિપેણના મનમાં એક ઊંડી વેદના જરૂર હતી. જે આશ્રમમાં એ શેષ જીવન વિતાવવા ઇચ્છતા હતા, હવે એ આશ્રમમાં કુલપતિ વિશ્વભૂતિ રહ્યા નથી! તેમનો સ્વર્ગવાસ થઈ ગયેલો છે. રાજાની કલ્પના-સૃષ્ટિમાં જ્યારે જ્યારે આશ્રમ આવે છે, ત્યારે ત્યારે વિશ્વભૂતિનો અભાવ તેમના મનમાં ભારોભાર વેદના જન્માવે છે. તેમાં... તેમનું આશ્વાસન બને છે ભગવાન ઋષભદેવનું મંદિર! અનેક આત્મસાધક સંન્યાસીઓનો સત્સંગ અને સહવાસ! કારણ કે રાજાને એમાંના ઘણાં સંન્યાસીઓ ઓળખતા હતા. કુલપતિ વિશ્વભૂતિના પરમ પ્રીતિપાત્ર બનેલા રાજા પ્રત્યે એ સંન્યાસીઓને આદર પણ હતો. રાજાના મનમાં આ વાતની હૂંફ હતી. સારા મુહૂર્તમાં રાજ કુમારનો રાજ્યાભિષેક થઈ ગયો અને રાજા-રાણીએ વિશ્વભૂતિના આશ્રમ તરફ મંગલ પ્રયાણ કર્યું. રાજા જિતસેને અને હજારો પ્રજાજનોએ અશ્રુભીની આંખે... ભાવભરી વિદાય આપી. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૨૧ સ્વર્ગસ્થ કુલપતિ વિશ્વભૂતિના આશ્રમમાં જ્યારે રાજા-રાણી પહોંચ્યાં, ત્યારે આશ્રમવાસીઓએ તેમનું ઉચિત સ્વાગત કર્યું. તેમને માટે સુયોગ્ય આવાસસ્થાન આપ્યું. રાણી પ્રીતિમતિને પણ આશ્રમનું વાતાવરણ ગમી ગયું. રાજાની સાથે તમામ દૈનિક કૃત્યો તે આચરે છે. વિનય, નમ્રતા, ઉદારતા વગેરે ગુણોની સુવાસ આશ્રમમાં પ્રસરી ગઈ. રાજા-રાણી વિવિધ તપશ્ચર્યા કરે છે. પરમાત્મા ઋષભદેવની સેવા-પૂજા કરે છે.... પ્રસન્નતાથી એમનો સમય પસાર થાય છે. પાંચેક મહિના પસાર થયા. એક દિવસ રાજા હરિષણની નજર પ્રીતિમતિના શરીર પર સ્થિર થઈ. રાજાને લાગ્યું કે ‘પ્રીતિમતિ ગર્ભવતી છે!' રાણીને પૂછ્યું : ‘આ કેવી રીતે બન્યું?' ‘નાથ, આપણે આશ્રમમાં આવ્યા તે પૂર્વે હું ગર્ભવતી બની હતી, પરંતુ મેં આપને એટલા માટે વાત નહોતી કરી કે આપના ત્યાગમાર્ગમાં વિઘ્ન ઊભું ન થાય. વળી, આપ મને તો સાથે લાવત જ નહીં.' રાજા હરિષેણના મનનું સમાધાન તો થઈ ગયું, પરંતુ આશ્રમવાસી તપસ્વીઓમાં આ વાત ગંભીર ચર્ચાનો વિષય બની ગઈ. પ્રીતિમતિ તરફ તપસ્વીઓને અરુચિ થઈ ગઈ. રાજા હરિષણ પ્રત્યેનો આદરભાવ ઓછો થઈ ગયો. ‘આ આશ્રમમાં સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરનાર જ રહી શકે. રાજાએ આ નિયમનું ઉલ્લંઘન કર્યું. આશ્રમમાં આવીને તેમણે વિષયસેવન કર્યું છે, જેના પરિણામે પ્રીતિમતિ ગર્ભવતી બની છે.’ તપસ્વીઓ ભેગા થયા. એક તપસ્વીએ ઉપ૨ મુજબ વાત રજૂ કરી. બીજા તપસ્વીએ કહ્યું : ‘આપણે રાજાને નિવેદન કરીએ કે આ રીતે આશ્રમમાં ન રહી શકાય.’ ‘તો પછી રાજા ક્યાં જશે?' એક અવાજ ઊઠ્યો. ‘એને જ્યાં જવું હોય ત્યાં જાય.... આશ્રમમાં આ રીતે કેમ રહેવાય?’ ‘એના કરતાં આપણે જ આશ્રમ છોડીને ચાલ્યા જઈએ તો કેમ? રાજાને આશ્રમ છોડવાનું કહેવું અનુચિત છે, રાજા-રાણી ભલે આશ્રમમાં રહે.’ સહુ તપસ્વીઓ આ વિચારમાં સંમત થઈ ગયા, અને એક દિવસે વહેલી સવારે સહુ તપસ્વીઓએ આશ્રમનો ત્યાગ કર્યો. જ્યારે આ વાત રાજા-રાણીએ જાણી, ત્યારે એમના હૃદય પર વજ્રઘાત થયો. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨. પાંપણે બાંધ્યું પાણિયારું રાજા હરિપેણ ઘોર ઉદાસીનતામાં ડૂબી ગયા. રાણી પ્રીતિમતિ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. રાજા-રાણીએ તપસ્વીઓના પગમાં પડીને ક્ષમા માગી અને સત્ય હકીકત જણાવી.... કે “અમે આશ્રમમાં આવીને સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. આશ્રમમાં આવ્યા તે પૂર્વે રાણી ગર્ભવતી હતી. માટે તમે સહ આશ્રમ ત્યજીને ચાલ્યા ન જાઓ.' પરંતુ તપસ્વીઓનાં મન ઉદ્વિગ્ન થઈ ગયાં હતાં. તેમણે કોઈ પ્રત્યુત્તર ન આપ્યો.... તેઓ ચાલ્યા ગયા. પછી આશ્રમમાં માત્ર રાજા અને રાણી બે જ રહ્યાં. તેમના હૃદયમાં પશ્ચાત્તાપનો પાર ન હતો.... પરમાત્મા ઋષભદેવનાં ચરણોમાં અનેકવાર રાણી પ્રીતિમતિ રડી પડતી હતી. રાજા રાણીને આશ્વાસન આપીને સ્વસ્થ કરતા હતા. એમ કરતાં શેષ ચાર મહિના પસાર થઈ ગયા. એક દિવસે પ્રીતિમતિના શરીરમાં તીવ્ર વેદના ઊપડી.... તેણે પુત્રીને જન્મ આપ્યો. પુત્રીને જન્મ આપ્યા પછી પ્રીતિમતિનું સ્વાથ્ય બગડતું ગયું. રાજા રાણીની ખૂબ સેવા-સુશ્રુષા કરે છે. પુત્રીને પણ સાચવે છે.... છતાં રાજાને હજુ કોઈ નવો આઘાત સહેવાનો હર... એક દિવસ રાણીએ કાયાનું પીંજરું ત્યજી દીધું, હંસલો ઊડી ગયો... પીંજરું પડી રહ્યું. રાજા હરિષેણે પોતાના ભાવુક હૃદય પર પથ્થર મૂકીને રાણીના દેહને અગ્નિસંસ્કાર કર્યો. નવજાત પુત્રીને સંભાળી લીધી. ઋષિના આશ્રમમાં પુત્રીનો જન્મ થયો હતો, તેથી પુત્રીનું નામ ઋષિદત્તા' પાડીને રાજા એને ઋષિદત્તા કહીને જ બોલાવે છે. પોતાના જીવનમાં નિરંતર ઉગ્ર તપશ્ચર્યા કરતા એ રાજર્ષિ “ઋષિદત્તાને ઉચ્ચ કોટિના સંસ્કારો આપે છે. જેમ જેમ ઋષિદત્તા મોટી થતી જાય છે, તેનું રૂપ અને લાવણ્ય ખીલી ઊઠે છે. આઠ વર્ષની ઋષિદત્તા થઈ અને એણે પિતાની સેવાનું જાણે વ્રત લઈ લીધું. વનનાં હરણ-હરણીનાં જોડલાં તો ઋષિદત્તાનાં સહવાસી બની ગયાં હતાં. ઋષિદત્તા વન્ય પશુઓ પ્રત્યે અપાર સ્નેહ વરસાવતી... એની દુનિયા જ એ હતી ને! એક દિવસ રાજર્ષિએ ઋષિદત્તાને જોઈ.. ધ્યાનથી જોઈ... એમના મનમાં એક ભય જાગ્યો : “મારી આ રૂપવતી દીકરીનું ક્યારેક વનવાસી લોકો અપહરણ કરી જશે તો?' રાજર્ષિ ચિંતામાં પડી ગયા. ત્યાં એમને કુલપતિ વિશ્વભુતિ યાદ આવ્યા. જ્યારે આ જિનમંદિરના નિર્માણ વખતે રાજા વિશ્વભૂતિની 1.સે રહેલા ત્યારે વિશ્વભૂતિએ રાજા પ્રત્યેના વિશ્વાસથી અને અનુરાગથી જેમ વિષાપહાર મંત્ર' આપેલો, તેમ અદશ્ય થઈ જવાનું એક “અંજન' પણ બતાવેલું! For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ પાંપણે બાંધ્યું પાણિયારું રાજર્ષિને એ “અંજન' યાદ આવી ગયું. “અંજન' બનાવવાની વિધિને બરાબર યાદ કરી લીધી અને અંજન' તૈયાર કરી દીધું. એ અદશ્યીકરણ-અંજન એવું હતું કે જેની આંખોમાં આંજવામાં આવે તેને કોઈ જોઈ ન શકે, એ બીજાઓને જોઈ શકે! રાજર્ષિ અવસરે અવસરે આ “અંજનનો પ્રયોગ ઋષિદત્તા પર કરવા લાગ્યા. પછી તો ઋષિદત્તાને એ અંજનવિધિ જ બતાવી દીધી. આ અંજનના સહારે ઋષિદત્તા સ્વેચ્છાનુસાર આ વનપ્રદેશમાં ફરવા લાગી. એને હવે કોઈ ભય ન રહ્યો. જંગલવાસી પુરુષો ઋષિદનાને જોઈ જ શકતા નથી! ભરયૌવનમાં પ્રવેશેલી ઋષિદના નિર્ભય અને નિશ્ચિત બનીને પિતાની સેવામાં લીન રહે છે. હે કુમાર! હે સૌજન્યશીલ! એ હરિપેણ રાજા તે હું છું અને એ ઋષિદત્તા તે આ મારી પુત્રી છે!' રાજર્ષિ શ્રમિત થઈ ગયા હતા. તેમણે આંખો બંધ કરી અને ભીંતના સહારે શરીર ટેકવી દીધું. મેં ઋષિદના સામે જોયું.... મારા હૈયામાં એના પ્રત્યે અપાર સ્નેહ છલકાયો. એની આંખોમાં મારા પ્રત્યે મેં આદર જોયો, પ્રેમ જોયો... અમે અરસપરસ એકબીજા સામે મૌનપણે જોઈ રહ્યાં હતાં.... એની નોંધ રાજર્ષિએ લઈ લીધી હતી. તેમના મુખ ઉપર મિત રમવા માંડ્યું. મારી સામે જોઈને મને કહ્યું : કુમાર, મારી એક ભેટનો સ્વીકાર કરશો?' “આપ મારા પૂજ્ય છો, રાજર્ષિ છો, આપની આજ્ઞા હું શિરોધાર્ય કરીશ. આપ આજ્ઞા કરો.” મેં નતમસ્તકે પ્રત્યુત્તર આપ્યો. ‘કુમાર, મારી પુત્રી ઋષિદત્તા હું તમને સોંપું છું, તમે એનો સ્વીકાર કરી મને મમતાના બંધનથી મુક્ત કરો.' આપની આજ્ઞાનો સ્વીકાર કરું છું. મેં તેમનાં ચરણે મસ્તક મૂકી તેમના આશીર્વાદ લીધા. મધ્યાહુનનો સમય થઈ ગયો હતો. ભોજનવેળા થઈ ગઈ હતી. મારા હૃદયમાં આનંદનો મહોદધિ ઘૂઘવી રહ્યો હતો. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેં રાજર્ષિને અને ઋષિદત્તાને આજે મારી સાથે ભોજન કરવા માટે, મારી સાથે છાવણીમાં આવવા ઘણો આગ્રહ કર્યો, પરંતુ રાજર્ષિએ મારું આમંત્રણ ન સ્વીકાર્યું. તેમણે મને કહ્યું : “કુમાર, તારું ઔચિત્ય તારા શ્રેષ્ઠ કુળની મર્યાદા સૂચવે છે, પરંતુ અમે અત્યારે આશ્રમવાસી છીએ. ઋષિ-મુનિને તો જંગલનાં ફળ વગેરેનો જ આહાર કરવાનો હોય. અમે અમારી મર્યાદામાં જીવીએ એ જ ઉચિત કહેવાય.' ઋષિદત્તાના મુખ ઉપર અપાર પ્રસન્નતા છવાઈ ગઈ હતી. શરમથી એ મારી સામે જોઈ શકતી ન હતી. તેના કોમળ શરીરે રામરાજી વિકસ્વર થઈ ગઈ હતી. તે મૌન હતી; છતાં એ બોલતી મને સંભળાતી હતી. રાજર્ષિએ ઋષિદત્તાને કહ્યું: “બેટી, આપણા આહારની તૈયારી કરો.” ઋષિદત્તા મારી તરફ સ્નેહભીની દૃષ્ટિ ફેંકતી, મુખ પર સ્મિત ફરકાવતી ત્યાંથી ચાલી ગઈ. હું પણ ભોજન માટે મારી છાવણીમાં ચાલ્યો ગયો. મારા મિત્ર રાજકુમારો મારી રાહ જોતા બેઠા હતા. તેઓ વનકન્યા અંગે જાણવા ખૂબ આતુર હતા. જે રાજપુરુષોએ ગઈકાલે એ વનકન્યાને જોઈ હતી અને મને આ પ્રદેશમાં લઈ આવેલા, તેઓ પણ “શું બન્યું?' તે જાણવા ખૂબ આતુર હતા. મેં મારા શ્વેત વસ્ત્રોના બનાવેલા સુંદર આવાસમાં જઈને મિત્રોને કહ્યું : પહેલાં આપણે ભોજન કરી લઈએ! પછી તમને હું બધી વાત કરું છું. ‘શકે. વિકીય મોwવમ-' સ કામ છોડીને પહેલું કામ ભોજનનું કરવું જોઈએ!” હું ખૂબ પ્રફુલ્લિત હતો. પેટમાં ભૂખ હતી છતાં મારાં તન-મન ખૂબ ઉલ્લસિત હતાં. અમે મિત્રોએ સાથે બેસીને આનંદથી ભોજન કર્યું. ભોજનની જ જગ્યાએ બેસીને મેં મિત્રોને રાજર્ષિના આશ્રમમાં બનેલી સર્વ વાતો ખૂબ રસથી કહી સંભળાવી. પેલા મારા રાજપુરુષ પણ આવીને સાંભળવા બેસી ગયા હતા. સહુને મારી વાત સાંભળીને અત્યંત હર્ષ થયો. ઋષિદત્તા સાથે લગ્ન કરવાનું મેં સ્વીકાર્યાની વાતથી સહુનાં ચિત્ત આનંદિત થઈ ગયાં. મિત્રોએ કહ્યું : “કનક! સારા મુહૂર્ત ઋષિદત્તા સાથે લગ્ન કરી જ લે.” પિતાજીએ રાજપુરોહિતને મારી સાથે મોકલેલા હતા જ. મિત્રોએ રાજપુરોહિતને બોલાવ્યા. રાજપુરોહિતે આવીને મને પ્રણામ કર્યા અને તેમને બોલાવવાનું For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૨૫ પ્રયોજન પૂછ્યું. મિત્રોએ સઘળી વાત કહી સંભળાવી. રાજપુરોહિતે વાત સાંભળી, આંખો બંધ કરી અને ધ્યાનમાં ડૂબી ગયા. થોડી ક્ષણો પછી આંખો ખોલીને તેમણે મારી સામે જોયું અને કહ્યું : “કુમાર! થોડા દિવસ અહીં રોકાવું પડશે. પાંચ દિવસ પછી સારું મુહૂર્ત આવે છે.' અમે ત્યાં રોકાવાનો નિર્ણય કર્યો. પાસેના નગરમાંથી આવશ્યક ખાદ્યસામગ્રી મંગાવી લીધી. સૈન્યને જણાવી દીધું કે “આ પ્રદેશમાં થોડા દિવસ વધુ રોકાવાનું છે.” જોકે છાવણીમાં દરેકને ખબર તો પડી જ ગઈ હતી કે રાજર્ષિ હરિપેણની પુત્રી ઋષિદત્તા સાથે મારાં લગ્ન થવાનાં છે. સહુની અવરજવર આશ્રમમાં થઈ ગઈ હતી. પરમાત્મા ઋષભદેવના મંદિરમાં સવાર-સાંજ સહુ દર્શન કરવા જતા-આવતા હતા અને સાથે સાથે રાજર્ષિનાં ચરણે વંદન પણ કરી આવતા હતા. સહુએ ઋષિદત્તાને જોઈ.. સહુનાં મન રાજી થયાં. આપણા રાજકુમારને સુયોગ્ય જ આ ઋષિકન્યા છે! આવું અદ્ભુત રૂપ તો આપણે ક્યાંય જોયું નથી. ખરેખર કુમાર ભાગ્યશાળી છે...' છાવણીમાં આવી આવી વાતો થતી રહી, મારા કાને અથડાતી રહી. મારું મન હર્ષવિભોર બની ગયું. હું પ્રતિદિન પરમાત્માનું ભાવપૂર્વક પૂજન કરતો હતો. રાજર્ષિની પાસે બેસી એમના મુખે ધર્મતત્ત્વોની વાતો સાંભળતો હતો. ઋષિદત્તાના જીવનમાં આ બધું પહેલવહેલું હતું. આ બધા માણસોને તે પહેલવહેલી જતી હતી! તેના મુખ પર કુતૂહલ.... આશ્ચર્ય.... અદ્ભુતતાના ભાવો ઊભરાતા હતા. લગ્નનો શુભ દિવસ ઊગ્યો. રાજપુરુષોએ આશ્રમને શણગારી દીધો હતો. ઋષભપ્રાસાદને પણ શણગારી દીધો હતો. રુક્મિણી માટે લીધેલાં મૂલ્યવાન વસ્ત્રો અને સુંદર અલંકારોથી ઋષિદત્તાને શણગારવામાં આવી હતી.... એને તો મેં જ પોતે સજાવી હતી. ત્યાં એને સજાવનાર બીજું કોણ હતું રાજપુરોહિતે લગ્નનાં વિધિ-વિધાનોની સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી હતી. વાઘોના સૂરો એ વનપ્રદેશમાં પ્રસરી રહ્યા હતા. ઘણાં વન્ય પશુઓ ત્યાં દોડી આવ્યાં હતાં. રાજર્ષિ હરિપેણના મુખ ઉપર સ્વસ્થતા હતી, ગંભીરતા હતી. પ્રશસ્ત લગ્ન સમયે અમારો હસ્તમેળાપ થયો. હું ઋષિદત્તા સાથે લગ્નગ્રંથિથી જોડાયો. મેં વિધિપૂર્વક ઋષિદત્તાને મારી પત્ની તરીકે સ્વીકારી. રાજર્ષિએ અમને બંનેને અંતરના આશીર્વાદ આપ્યા. લગ્નવિધિ સંપૂર્ણ થઈ ગયા પછી, રાજર્ષિ તેમના નિવાસમાં ગયા અને અમને તેમની પાછળ પાછળ આવવાનો ઇશારો કરતા ગયા. અમે બંને તેમની પાછળ એમનાં આવાસમાં ગયાં અને વિનયપૂર્વક એમના ચરણોમાં બેઠાં.... For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ પાંપણે બાંધ્યું પાણિયારું થોડી ક્ષણો એ આંખો બંધ કરીને મૌન બેસી રહ્યા, પછી તેમણે મારી સામે જોયું. તેઓ મને કંઈક કહેવા ઇચ્છતા હતા. મેં મૌનને તોડ્યું : હે તાતતુલ્ય રાજર્ષિ! કોઈ જ સંકોચ રાખ્યા વિના જે કહેવું હોય તે કહેવાની કૃપા કરો.” કુમાર, ઋષિદત્તા હવે તમને સોંપી છે. હવે તમે અહીંથી જવાનું પણ વિચારશો.... પરંતુ મારી ઇચ્છા એવી છે કે તમે થોડા વધુ દિવસ અહીં રોકાઓ....'રાજર્ષિનો સ્વર ભીનો થઈ ગયો હતો. તેમની ઊંડી ઊતરી ગયેલી આંખો પણ ભીની બની હતી... તેઓ ઋષિદત્તાની સામે જોઈ રહ્યા હતા. ઋષિદત્તાની આંખોમાંથી જમીન ઉપર આંસુ ટપકી રહ્યાં હતાં. વીસ-વીસ વર્ષથી સતત વાત્સલ્યભર્યા પિતાના ઉલ્લંગમાં ઊછરીને મોટી થયેલી ત્રષિદત્તાને “હવે પિતાને છોડીને એક અજાણ્યા પુરુષ સાથે... અજાણ્યા નગરમાં મારે જવું પડશે... પિતાનાં દર્શન ક્યારે થશે.' આ વિચાર આવી જાય અને તેને વિશ્વળ બનાવી દે એ સ્વાભાવિક હતું. પોતાની લાડકવાયી... હૃદયના ટુકડા જેવી પુત્રી પોતાનાથી દૂર દૂર ચાલી જવાની.... આ કલ્પના નેહાળ પિતાના હૃદયને ગદ્ગદ્ કરી મૂકે તે પણ સ્વાભાવિક જ હતું. છતાં પિતા તો એક ઋષિ હતા, તત્ત્વજ્ઞાની હતા. તેઓ પોતાના મનનું સમાધાન કરી શકે એમ હતા, પરંતુ દીકરીનું શું! એ તો મુગ્ધા હતી.... પિતૃપ્રેમથી છલોછલ ભરેલી હતી... પિતૃવિયોગની કલ્પના એના નાજુક હૃદય ઉપર..... હું ધ્રૂજી ઊઠ્યો. મેં રાજર્ષિની સામે જોયું અને કહ્યું : હે પૂજ્યપાદ, આપની ઇચ્છા હશે, ત્યાં સુધી હું અહીં રહીશ, પ્રસન્નતાથી રહીશ. મને આ આશ્રમ ગમે છે... આ હરણાંનાં જોડલાં ગમે છે. હું અહીં રહીશ. મારી વાતથી રાજર્ષિ ગદ્ગદ્ થઈ ગયા અને મને એમના બાહુપાશમાં જકડી લઈ.... મારા મસ્તકને વારંવાર પંપાળવા લાગ્યા. મારી આંખો સજલ બની ગઈ હતી. રાજર્ષિના વાત્સલ્યથી મારું હૃદય ઊભરાઈ રહ્યું હતું. હું ઊભો થયો. ઋષિદત્તા પણ ઊભી થઈ. મેં એને ઇશારાથી સમજાવ્યું કે, એ ત્યાં રાજર્ષિ પાસે જ બેસે. એ બેસી ગઈ. હું આવાસની બહાર આવ્યો. આશ્રમના ઉદ્યાનમાં મારા મિત્ર રાજકુમારો આનંદથી ફરી રહ્યા હતા. હું એમની પાસે ગયો. મેં તેમને કહ્યું : “મિત્રો, મારે અહીં થોડા વધુ દિવસ રોકાવું પડશે. રાજર્ષિની ઇચ્છા એવી છે. એટલે, જો તમારે તમારા નગરે જવું હોય તો તમે જાઓ.” For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ પાંપણે બાંબુ પાણિયારું તો શું આપણે કાવેરી નગરી નથી જવાનું? રુકિમણી સાથે પાણિગ્રહણ નથી કરવાનું?” એક મિત્ર બોલી ઊઠ્યો. સાચું કહું? આ વાત તો મેં વિચારી જ ન હતી! ઋષિદત્તાને જે દિવસે જોઈ હતી, ત્યારથી માંડીને આજ સુધીમાં રુકિમણીનો વિચાર જ મને નથી આવ્યો! મિત્રનો પ્રશ્ન સાંભળીને હું વિચારમાં પડી ગયો, પરંતુ થોડી જ ક્ષણોમાં મેં નિર્ણયાત્મક જવાબ આપ્યો : ના, હવે આપણે કાવેરી નથી જવું. રુકિમણી સાથે પાણિગ્રહણ નથી કરવું. અહીંથી જ આપણે પાછા ફરીશું.' એમ કરવાથી મહારાજા હેમરથ નારાજ નહીં થાય?' મિત્રે ભયસ્થાન બતાવ્યું. મારી કલ્પનામાં પિતાજી આવી ગયા. મારા મનમાં લાગ્યું કે પિતાજી નારાજ નહીં થાય. મેં મિત્રોને કહ્યું : પિતાજી શા માટે નારાજ થાય? હું તેઓને સમજાવીશ.” પેલી રુક્મિણીનું શું થશે?' બીજા મિત્રે પ્રશ્ન કર્યો. એની ઇચ્છા મુજબ કરે. હું હવે બીજું લગ્ન નહીં કરી શકું.” દૃઢતાપૂર્વક મારો નિર્ણય જણાવ્યો. હું ઋષિદત્તા સિવાય હવે બીજી સ્ત્રીની કલ્પના પણ કરી શકું એમ ન હતો. તો પછી અહીં કેટલો સમય રોકાવાનું થશે?' “કંઈ નક્કી નહીં. જ્યારે રાજર્ષિ અનુજ્ઞા આપે ત્યારે પાછા ફરવાનું.' મારા મિત્ર રાજકુમારોએ પરામર્શ કર્યો અને મને કહ્યું : મિત્ર, તું સુખેથી અહીં રહે. તારું અહીં રહેવું ઉચિત છે. જો અમારું કોઈ પ્રયોજન ન હોય તો અમે અમારા નગરે જઈએ.' મેં તેઓને પ્રસન્નચિત્તે વિદાય આપી. તેઓએ રાજર્ષિનાં ચરણે પ્રણામ કર્યા અને ત્યાંથી પ્રયાણ કરી ગયા. મારા સૈન્યના પડાવને વ્યવસ્થિત કરી દેવામાં આવ્યો. મેં મારો નિવાસ આશ્રમમાં ફેરવી દીધો, જેથી હું રાજર્ષિની વધુ નિકટ રહી શકું. ઋષિદત્તા પણ એમની નજીક જ રહી શકે. આશ્રમમાં મારી દૈનિક જીવનચર્યા વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ. ઋષિદત્તા, જાણે હું દેવ હોઉં તે રીતે મારી સેવા કરવા લાગી. નમ્રતા, વિનય અને સૌજન્યની જાણે સાક્ષાત્ મૂર્તિ! બોલવાનું બહુ જ ઓછું... અને સ્નેહ અપાર! અમે રોજ સંધ્યા સમયે આસપાસના વનપ્રદેશમાં ફરવા પણ જતાં હતાં. એક દિવસ એણે મને પૂછ્યું : For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૮ www.kobatirth.org પાંપણે બાંધ્યુ પાણિયારું ‘નાથ, શું આપને માતા છે?' ‘હા, બહુ જ વાત્સલ્યભરી માતા છે! તને ખૂબ ગમી જશે! તું તો એને ખૂબ જ ગમી જઈશ..... Acharya Shri Kailassagarsuri Gyanmandir મારી વાત સાંભળીને એ ઊંડા વિચારમાં ડૂબી ગઈ. મને યાદ આવી રાજર્ષિની વાત. ‘કુમાર, રાણી પ્રીતિમતિ પુત્રીને જન્મ આપ્યા પછી તુર્ત જ મૃત્યુ પામી....’ ઋષિદત્તાએ માતાને જોઈ જ ન હતી.... માતાનું સુખ મેળવ્યું ન હતું. મેં એને કહ્યું : ‘મારી માતાને પરમાત્મા ખૂબ ગમે છે. ઋષિમુનિઓ પ્રત્યે ખૂબ શ્રદ્ધા છે. ખૂબ ધાર્મિક વૃત્તિની છે. મારા ઉપર એને ખૂબ પ્રેમ છે.’ ‘પૂછો?’ ‘નારાજ નહીં થાઓને?’ ‘તો તો મને ખૂબ ગમશે તમારી માતા....' એણે મારી સામે એવી દૃષ્ટિથી જોયું. મેં એની આંખોમાં પરમ સંતોષ જોયો! બીજી એક વાત પૂછું?' ‘ક્યારેય નહીં!’ એણે મારી સામે જોયું. મારી આંખો વાંચી, પછી બોલી : ‘તમારા પરિવારમાં માંસાહાર તો નથી થતો ને?' ‘તારો ભય અસ્થાને છે. રાજપરિવારોમાં લગભગ માંસાહાર થતો હોય છે, પરંતુ અમારા પરિવારમાં માંસાહાર વર્જિત છે, કારણ કે અમે પણ પ૨માત્મા ઋષભદેવના નિગ્રન્થ પ્રવચનને માનીએ છીએ. અહિંસા ધર્મ પ્રત્યે અમારા પરિવારની શ્રદ્ધા છે.' ‘તો તો બહુ સારું!' તેના મુખ ઉપર આનંદ છવાઈ ગયો.... તે બોલી : ‘તમે બહુ સારા છો, મને ખૂબ ગમો છો....' તેણે મારો હાથ પકડી લીધો. જાણે કે સાચો હસ્તમેળાપ એ જ વખતે થયો! જાણે કે એને મનગમતું બધું જ મળી ગયું! ‘પણ તને મહેલમાં રહેવું ગમશે, ઋષિદત્તા?' મેં એની આંખોમાં આંખો પરોવીને પૂછ્યું. ‘કેમ નહીં ફાવે? જ્યાં તમે હશો ત્યાં મને ફાવશે જ.... મને તમારી પાસે જ રાખશો ને?’ તેણે બે હાથે મારો જમણો હાથ પકડી લીધો... પોતાનું મુખ હાથ પર ટેકવી દીધું. For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૨૯ ‘તને મારી પાસે જ રાખીશ. આપણો સુંદર મહેલ છે. તને મહેલ નહીં ગમે તો આવો મજાનો આશ્રમ બનાવી દઈશું ત્યાં!’ ‘તમે મહેલમાં રહેલા છો, તમને આશ્રમમાં નહીં ફાવે. મને મહેલમાં ફાવી જશે.... પણ ...’ ‘પણ શું?’ ‘મારી એક ઇચ્છા પૂરી કરશો?' ‘એક નહીં, બધી જ!’ ‘આપણે અહીંથી જઈએ ત્યારે મારી હરણ-હરણીની જોડીને સાથે લઈ જઈશું?' ‘ઓહો! સરસ! મને પણ એ જોડી ગમી ગઈ છે.... કેવાં ભોળાં.... કેવાં સુંદર ને પ્રેમાળ છે એ હરણ-હરણી! આપણે એમને આપણી સાથે જ લઈ જઈશું....' જો આપણે સાથે ન લઈ જઈએ ને તો....' બોલતાં બોલતાં ઋષિદત્તાની આંખો આંસુઓથી ઊભરાવા લાગી.... ગળગળા સ્વરે બોલી : ‘મારા વિના એ જીવી જ ન શકે....’ એ મારા હાથને પંપાળવા લાગી. ‘હું જાણું છું તારો એ જોડલા સાથેનો પ્રેમ! પ્રેમીઓનો વિયોગ કરાવવાનું પાપ હું નહીં કરું.' ‘કુમાર.... તમે બહુ સારા છો!' ‘અને તું?’ એણે મારા મોઢા ઉપર પોતાની કોમળ હથેળી દાબી દીધી. અંધારું થઈ ગયું હતું. મંદિરમાં આરતીનો સમય થઈ ગયો હતો. અમે આશ્રમ તરફ ચાલવા માંડયું. આશ્રમના હારે રાજર્ષિ અમારી રાહ જોતા ઊભા હતા. અમે પહોંચ્યાં એટલે અમારી સાથે તેઓ પણ મંદિરમાં આવ્યા. ઋષિદત્તાએ નિત્યક્રમ મુજબ આરતી તૈયાર કરી અને દીવા સળગાવી રાજર્ષિને આપી. મેં શંખનાદ કરવા માંડ્યો. ઋષિદત્તાએ મધુર સ્વરે આરતી બોલવા માંડી, ભગવાન ઋષભદેવની મનોહર મૂર્તિ આજે મને ખૂબ વહાલી લાગી.... મેં ધરાઈ ધરાઈને દર્શન કર્યાં. For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઋષિદત્તા સાથે લગ્ન કર્યાને એક મહિનો વીતી ગયો હતો. આશ્રમમાં મને ફાવી ગયું હતું. ચોવીસે કલાક ઋષિદત્તા મારી પાસે રહેતી. રાજર્ષિ હરિર્ષણનું વાત્સલ્યપૂર્ણ સાન્નિધ્ય હતું. હવામાન ખુશનુમાં હતું. કુદરતનું અપાર સૌંદર્ય હતું. વૃક્ષોની ઝૂલતી ડાળીઓ, નિર્દોષ ક્રિીડા કરતાં હરણો, આકાશમાં ઊડતાં રંગબેરંગી પંખીઓ, ખળખળ વહેતાં પાણીનાં ઝરણાં... મુક્ત મન અને મુક્ત આકાશ.... સ્વર્ગનાં સુખો પણ આવાં નહીં હોય, એમ મને લાગ્યું. પરંતુ મનમાં કચવાટ કહો અથવા દુ:ખ કહો, એક જ વાતનું હતું... રાજર્ષિ હરિપેણના મુખ ઉપર દિનપ્રતિદિન ઉદાસીનતા વધતી જતી હતી. તેઓ વધુ સમય પરમાત્મા ઋષભદેવના મંદિરમાં ભક્તિભાવમાં અને ધ્યાનમાં વિતાવતા હતા. મારી સાથે અને ઋષિદત્તા સાથે કામ પૂરતી જ વાત કરતા હતા. અલબત્ત, અમારા બંને પ્રત્યે તેઓની આંખોમાં સ્નેહ વર્તાતો હતો. મને વિચારતાં વિચારતાં એમ સમજાયું કે તેઓ પોતાના મનને વધુ ને વધુ વિરક્ત બનાવી રહ્યા હતા. ઋષિદત્તા સાથે બંધાયેલી મમતાને તોડવા તેઓ મથી રહ્યા હોય, એમ મને લાગ્યું. તેમના મનમાં “પુત્રી રાજકુમારને પરણી છે, એ કંઈ અહીં કાયમ ન રહે.. હવે એમને વિદાય આપવી જોઈએ.. પણ ઋષિદત્તા વિનાના આશ્રમમાં...' આ વિચાર ઘોળાતો હોવો જોઈએ. ભલે તેઓએ ઋષિનું જીવન અંગીકાર કર્યું હતું, પરંતુ આશ્રમમાં આવ્યા પછી તેમને સતત નેહ, વાત્સલ્ય અને મમતાનું જ જીવન જીવવું પડ્યું હતું. તેઓ એક ઋષિના જીવનમાં હોય તેવી વિરક્તિ, ઉદાસીનતા, કઠોરતા.. કેળવી શક્યા ન હતા. વર્ષોથી ઋષિદત્તાને તેમણે પ્રેમ અને વાત્સલ્યના અમૃતપ્યાલા પાયા હતા..... વર્ષોનો આ અભ્યાસ તેઓને અત્યારે દુઃખી કરી રહ્યો હોય, એમ મને લાગ્યું. તેઓ પોતાના મનની વાત નહોતા કરતા, પરંતુ એમનો જીવન-વ્યવહાર ઘણું ઘણું બોલતો હતો! એક દિવસ મધ્યાહુનનું ભોજન કરીને હું આશ્રમમાં અશોક વૃક્ષની છાયામાં એક ઘાસની ચટાઈ પર આડો પડ્યો હતો. ઋષિદત્તા પણ થોડે દૂર બેઠી બેઠી હરણ-હરણીના જોડલા સાથે આનંદ-પ્રમોદ કરી રહી હતી, ત્યાં રાજર્ષિ ધીમે પગલે આવી પહોંચ્યા. હું ઊભો થઈ ગયો. ઋષિદત્તા પણ પાસે આવી ગઈ. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૩૧ રાજર્ષિ મારી પાથરેલી ઘાસની ચટાઈ પર બેસી ગયા. મને અને ઋષિદત્તાને તેઓએ પોતાની પાસે બેસાડ્યાં. હ૨ણ-હરણી અમારી આસપાસ દોડવા લાગ્યાં. રાજર્ષિએ મારા બંને હાથ પોતાના હાથમાં લીધા હતા. તેઓ આજે કોઈ વાત કહેવા જ આવ્યા હતા, એમ મને લાગ્યું. અને તેઓએ કહ્યું : ‘કુમાર, તમે સુવિનીત છો. મારી આંતરેચ્છાને તમે અનુસરી રહ્યા છો. રાજમહેલને છોડી તમે આ ધૂળ ભરેલા આશ્રમમાં મારા માટે જ રહ્યા છો, તમારો મોટો ઉપકાર....' મેં તેમના મુખ પર હાથ દાબી દીધો અને કહ્યું : ‘હે કૃપાળુ, આપ આવું ન બોલો. મને અહીં રાજમહેલ યાદ પણ નથી આવતો. રાજમહેલ કરતાં પણ વિશેષ આનંદ હું અહીં અનુભવી રહ્યો છું. આપનું પુનિત સાન્નિધ્ય સુખની વર્ષા કરી રહ્યું છે.’ રાજર્ષિની આંખો સજલ બની. તેઓ ગદ્ગદ્ સ્વરે બોલ્યા : ‘કુમાર, સાચે જ ઋષિદત્તાનાં અનંત પુણ્ય જાગ્યાં કે તમે એને મળી ગયા. તમે વનમાં જન્મેલી અને વનમાં ઊછરેલી આ કન્યાનો સ્વીકાર કરીને એના ઉપર તો ઉપકાર જ કર્યો છે, પરંતુ મને પણ તમે મોટો સંતોષ આપ્યો છે. મને ચિંતારહિત કર્યો છે...' તેઓની આંખોમાંથી બે આંસુ જમીન પર પડ્યાં. મેં મારા ઉત્તરીય વસ્ત્રથી તેમની આંખો લૂછી. તેઓ હાથને પંપાળતાં બોલ્યા : ‘કુમાર, તમે ગુણવાન છો એટલે ઋષિદત્તા માટે તમને ભલામણ કરવાની જરૂર નથી, છતાં પિતાનું હૈયું છે ને.... એટલે બે વાતો કહું છું. મેં ક્યારેય આ મારી દીકરીને ધિક્કારી નથી, તિરસ્કારી નથી. એને ધિક્કાર અને તિરસ્કાર એટલે શું, એની પણ ખબર નથી. માટે તમે ક્યારેય એને ધિક્કારશો નહીં. એના કોમળ હૃદયને દુભાવશો નહીં. રાજમહેલની પુત્રવધૂમાં જે કાર્ય-કુશળતા જોઈએ, જે દક્ષતા જોઈએ, તે એનામાં નથી, કળાઓમાં એ નિપુણ નથી.... એવી મારી દીકરી મેં તમને સોંપી છે.... એનું તમે તમારા પ્રાણની જેમ જતન કરજો....’ વયોવૃદ્ધ અતિ કૃશ કાયાવાળા રાજર્ષિ ચોધાર આંસુએ રડી પડ્યા. હું અને ઋષિદત્તા પણ રડી પડ્યાં. હરણ અને હરિણી.... ઋષિદત્તાના મુખને ચાટવા લાગ્યાં.... વૃક્ષ ઉપર બેઠેલાં પંખીઓનો કલરવ બંધ થઈ ગયો. તૂટેલા અવાજે રાજર્ષિ બોલવા લાગ્યા : ‘કુમાર, તમારા સહવાસથી તે કળાસંપન્ન થશે, દક્ષ બનશે. એ સુશીલા છે, સુવિનીતા છે.... એ તમને પરમાત્માતુલ્ય માનીને પૂજશે. તમારી આજ્ઞાનું યથાર્થ પાલન કરશે... છતાંય વનવાસિની છે ને... For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૨ પાંપણે બાંધ્યું પાણિયારું ક્યારેક ભૂલ થઈ જાય તો ક્ષમા કરી દેજો.' તેઓ થાકી ગયા હતા. આટલું બોલીને તેઓ મૌન થઈ ગયા. મારું હૃદય એટલું ભરાઈ ગયું હતું કે હું ખૂબ મુશ્કેલીથી બોલી શક્યો. મેં કહ્યું : Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘હૈ તાતપાદ, આપ શા માટે આ બધી વાતો અત્યારે કરો છો? અમે અહીં જ છીએ ને? આપની પાસે જ છીએ.' 'ના, ના, કુમાર, હવે તમે ઋષિદત્તાને લઈને ૨થમર્દન નગરે પધારો. હવે મારા માટે તમારે અહીં રહેવાનું નથી.... હું મારા માર્ગે જઈશ....' હું ક્ષણભર મૂંઝાયો. મેં ઋષિદત્તા સામે જોયું, એ પણ મૂંઝાયેલી હતી. મેં કહ્યું : ‘આપ ક્યાં જશો? આ અવસ્થામાં હવે આપે સ્થાનાંતર ન કરવું જોઈએ. આપને વાંધો ન હોય તો આપ પણ અમારી સાથે રથમર્દન પધારો. ત્યાં આપના માટે ઉદ્યાનમાં કુટિર તૈયાર કરાવીશ. આપની ઇચ્છા હશે તો ત્યાં નવું જિનમંદિર બંધાવીશ....' ‘કુમાર, હવે મારે કોના માટે જીવવાનું છે? હું તો આટલું પણ આના (ઋષિદત્તા તરફ હાથ કરીને) માટે જીવી રહ્યો છું. હવે એને તમને સોંપી દીધી, મારે હવે જીવવાનું કોઈ પ્રયોજન નથી....’ ‘એટલે?’ હું ગભરાઈ ગયો હતો. ‘એટલે હવે હું અગ્નિપ્રવેશ કરવા ઇચ્છું છું.’ ‘હૈં?’ હું અને ઋષિદત્તા ચીસ પાડી ઊઠ્યાં. ‘હા, મારા જેવા માટે જીવન કરતાં મૃત્યુ જ શ્રેષ્ઠ છે....' ‘ના, ના, એમ ન જ કરાય, તાત....' ઋષિદત્તા ચોધાર આંસુ વહાવતી પિતાના ખોળામાં માથું નાંખી રડી પડી. રડતી રડતી તે કહી રહી : ‘મારા ઉપર કરુણા કરો.... દયા કરો.... હે તાત, મને તરછોડી ન Mail....' ‘બેટી, એમ ન બોલ. મારી હિતશિક્ષા સાંભળ. પૂજ્યોની સેવા કરજે. શીલનું પાલન કરજે . સહપત્ની પ્રત્યે રોષ ન કરીશ. સુખમાં કે દુઃખમાં ક્યારેય પાપ ન આચરીશ. ધર્મનિષ્ઠ રહેજે,' રાજર્ષિના નિર્ણયે મને કર્તવ્યમૂઢ બનાવી દીધો. હું મુનિનાં ચરણોમાં પડી ગયો. ‘હે પૂજ્ય, પ્રાણત્યાગની વાત પણ ન કરશો. કોઈ પણ સંયોગોમાં હું પ્રાણત્યાગ નહીં કરવા દઉં.’ For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ પાંપણે બાંધ્યું પાણિયારું રાજર્ષિએ મને સ્વસ્થ કરતાં કહ્યું : “કુમાર, તમે મારા શરીર સામે તો જુઓ. હવે આ દેહમાં શું રહ્યું છે? અને હવે મારે કોના માટે જીવવાનું છે? મારા સુખ માટે, મારા સ્વાર્થ માટે હું તમને અહીં જંગલમાં જકડી રાખવા નથી માગતો.' “પરંતુ આપઘાત તો કેમ જ કરાય, કૃપાવંત?” “મારા માટે હવે બીજો કોઈ માર્ગ નથી, કુમાર, મને અસમાધિ થવાની નથી. મેં દેહ અને આત્માનું ભેદજ્ઞાન દૃઢ કરેલું છે. આત્માની અજરતા અને અમરતાની મને પ્રતીતિ થયેલી છે...” ના બાપુ.... ના બાપુ... આપને અગ્નિપ્રવેશ નહીં કરવા દઉં. મારા પર દયા કર...' આંસુઓથી ભીંજાઈ ગયેલા મુખે કરુણ રુદન કરતી ઋષિદત્તા રાજર્ષિને લપેટાઈ ગઈ, મેં મારી પાછળ જોયું તો એક ઘાસની ઝૂંપડીમાં આગ લાગી હતી. એ ઝૂંપડીમાં આશ્રમનાં લાકડાં ભરેલાં હતાં. આગની જ્વાળાઓ ઊંચી જતી હતી.... મને તુર્ત ખ્યાલ આવી ગયો કે અહીં અમારી પાસે આવતાં પહેલાં રાજર્ષિએ જ ત્યાં આગ પેટાવેલી હોવી જોઈએ. હું એ ભડભડતી આગ તરફ જોઈ રહ્યો હતો, ત્યાં રાજર્ષિએ મને કહ્યું : ‘કુમાર, ઋષિદત્તાને સંભાળો, એ કોઈ દુઃસાહસ ન કરી બેસે.' છાતી ફાટ રુદન કરતી ઋષિદત્તાને મેં મારા ઉલ્લંગમાં લીધી. રાજર્ષિ ઊભા થયા. બે હાથ જોડી, આકાશ સામે જોઈ પંચ-પરમેષ્ઠી નવકાર મંત્રનો ધીર ગંભીર ધ્વનિમાં પાઠ કર્યો.... આંખો બંધ કરી.... અને ત્વરિત ગતિએ ભડભડતી આગમાં કૂદી પડ્યા..... - ઋષિદત્તાએ ભાન ખોઈ નાંખ્યું હતું. મેં એને છાંયામાં સુવાડી અને અમારા આવાસમાં જઈને પાણી લઈ આવ્યો. મેં ઋષિદત્તા પર શીતલ પાણીનો છંટકાવ કરવા માંડ્યો..... હરણીએ ઋષિદત્તાના મુખને ચાટવા માંડ્યું.... ઉત્તરીય વસ્ત્રથી મેં પવન નાંખવા માંડ્યો.... થોડી વાર પછી એણે પોતાની આંખો ખોલી.. અને “હે તાત! હે તાત! અગ્નિપ્રવેશ ન કરો..” બોલતી તે ઊભી થઈ અને આગ તરફ જ્યાં પગ ઉપાડ્યા, મેં એને પકડી લીધી. હું એના કરુણ રુદનથી રડી પડ્યો... મારા ખોળામાં એનું મસ્તક લઈ, પંપાળવા લાગ્યો. એ બોલતી હતી : “હા... હા... પિતાજી, તમે આ શું કર્યું? હવે હું અનાથ થઈ ગઈ... માતાને For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪. પાંપણે બાંધ્યું પાણિયારું તો મેં જોઈ જ નહોતી... હે તાત, તમે જ મારી માતા હતા..... મારું સર્વસ્વ હતા.... હે તાત. તમે આ શું કર્યું....?' હું ઋષિદત્તાને ઉપાડીને અમારી કુટિરમાં લઈ આવ્યો. તેના અસ્તવ્યસ્ત થઈ ગયેલા વાળ ઠીક કર્યા. આંસુઓથી ખરડાયેલું એનું મુખ પાણીથી ધોઈ નાંખ્યું. એને મારી કોમળ શયામાં સુવાડી, હું એની પાસે બેઠો. મને લાગ્યું કે અત્યારે મારે એને પૂરી સાત્ત્વના આપવી જોઈએ. એના ઘવાયેલા હૃદયને ખૂબ પંપાળવું જોઈએ....” જરાય નહીં ધારેલી એવી અતિ દુ:ખદ ઘટના ક્ષણોમાં બની ગઈ હતી.... આશ્રમમાં અગ્નિની જ્વાળાઓ દૂરથી જોઈને મારા સૈનિકો પણ આશ્રમમાં આવી ગયા હતા. મને અને ઋષિદત્તાને વિલાપ કરતાં જોઈને, તેમને કંઈક અમંગળની આશંકા થઈ જ હતી. સેનાપતિએ ધીમે પગલે મારી પાસે આવીને, મારા કાનમાં પૂછ્યું પણ ખરું. મેં સેનાપતિને સંક્ષેપમાં બનેલી ઘટના કહી સંભળાવી. સેનાપતિની આંખો પણ ભીની થઈ ગઈ. વજ હૃદયના સૈનિકો પણ રાજર્ષિના અગ્નિપ્રવેશની વાત જાણી, રડી પડ્યા. મને લાગ્યું કે “ઋષિદત્તા માટે આ વાતાવરણ વધુ વેદના આપનારું બન્યું છે.' મેં સૈનિકોને છાવણીમાં મોકલી દીધા. મેં મારું ધ્યાન ઋષિદરા તરફ કેન્દ્રિત કર્યું. દેવી! હવે તારે શોક ન કરવો જોઈએ, તારા પિતાજીએ પૂર્વાવસ્થા રાજા તરીકે વિતાવી હતી અને ઉત્તરાવસ્થા વ્રતધારી ઋષિ તરીકે વિતાવી, તેમણે પોતાનું આત્મકલ્યાણ સાધી લીધું છે. તેમની પાછળ કલ્પાંત ન કરવો જોઈએ.' મેં ઋષિદત્તાના મસ્તકે મારો હાથ ફેરવવા માંડ્યો. તેનાં ડૂસકાં ઓછાં થવા લાગ્યો. તેની આંખો સૂઝી ગઈ હતી. મુખ પ્લાન થઈ ગયું હતું... ઘોર ઉદાસીનતાએ, અપાર વિવશતાએ એને ભાંગી નાંખી હતી.... ધીરે ધીરે તેણે મારી સામે... મારી આંખો સાથે આંખો મિલાવી. મેં કહ્યું : ઋષિદના, શું તને મારા ઉપર વિશ્વાસ નથી? શું હું તને નથી ચાહતો? મારા શબ્દો સ્નેહથી ભીના ભીના હતા. તેણે મારા બે હાથ પકડી લઈને માથું હલાવીને હા પાડી... તેના હોઠ સુકાતા હતા. મેં પાણીનો પ્યાલો આપ્યો; તે બેઠી થઈ અને પોતાના હાથે મારા મોઢે પ્યાલો લગાડ્યો. મેં બે ઘૂંટડા પાણી પીધું, પછી એણે પાણી પીધું. પાણી પીને તેણે મારા ખોળામાં મસ્તક મૂકી દીધું. હું એના મસ્તકને પંપાળતો રહ્યો... For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૩૫ બીજા દિવસે અમે રાજર્ષિની ઉત્તરક્રિયા કરી. જે સ્થળે તેમણે દેહોત્સર્ગ કર્યો હતો, તે જગાએ એક સ્તૂપ બનાવવા મેં સેનાપતિને આજ્ઞા કરી. સેનાપતિએ તુર્ત જ મારી આજ્ઞાનો અમલ કર્યો. સ્તૂપનિર્માણનું કાર્ય આરંભી દીધું. હું ઋષિદત્તાને લઈ ૫રમાત્મા ઋષભદેવના મંદિરમાં ગયો. પરમાત્માનાં દર્શન કરતાં કરતાં જ ઋષિદત્તા રડી પડી.... તેના જીવનમાં આ પહેલો જ દિવસ હતો.... કે એ રાજર્ષિ-પિતા વિના મંદિરમાં આવી હતી! વર્ષોથી એ પિતાની સાથે જ પરમાત્માનાં દર્શન-પૂજન-સ્તવન કરતી હતી. મેં ઋષિદત્તાને કહ્યું : ‘દેવી! પ્રભુ કેવા નિર્વિકાર છે! વીતરાગ છે! આપણે પણ આવા જ નિર્વિકાર બનવાનું છે. રાગરહિત, દ્વેષરહિત બનવાનું છે... આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણને પ્રભુ એવા બનાવે!’ મેં મધુર સ્વરે પ્રાર્થના શરૂ કરી. ઋષિદત્તા પણ સાથે પ્રાર્થના બોલવા માંડી. અમે ઠીક ઠીક સમય પ્રાર્થનામાં પસાર કર્યો, પ્રાર્થના કરીને અમે મંદિરની બહાર આવ્યાં. હરણ-હરણીનું જોડલું તૈયાર જ હતું. ઋષિદત્તા સાથે લાડ કરવા લાગી ગયું. ‘નાથ, આ જોડલાને આપણે સાથે લઈ જઈશું ને?' તેણે પૂછ્યું. ‘હા, એ તારા વિના જીવી નહીં શકે! આપણે સાથે જ લઈ જઈશું.’ ઋષિદત્તાના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. મને આંતિરક આનંદ થયો. આવાસમાં આવીને એણે મારા માટે દૂધ અને ફળ તૈયાર કર્યાં. મને ખ્યાલ હતો કે આજે એ ખાવામાં આનાકાની કરશે! એણે આનાકાની કરી જ. પરંતુ મેં કહ્યું : ‘તું ઉપવાસ કરે તો હું પણ ઉપવાસ કરીશ. આપણે જે કંઈ કરવાનું તે સાથે જ કરવાનું...' એણે પોતાનો આગ્રહ ત્યજી દીધો અને મને ભોજન કરાવીને પછી એણે ભોજન કર્યું. ભોજન કર્યા પછી મેં કહ્યું : ‘હવે તારી ઇચ્છા હોય ત્યારે, આપણે આપણા નગરે જવા પ્રયાણ કરીએ.' તેણે કહ્યું : ‘હવે આપણે જલદી અહીંથી ચાલ્યાં જઈએ.... હવે મને અહીં જરાય ગમતું નથી. બાપુ વિનાનો આશ્રમ.... ખરું કહું? સ્મશાન લાગે છે....' મેં સેનાપતિને બોલાવીને, રથમર્દન જવાની તૈયારીઓ કરવાનો આદેશ આપ્યો. For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઋષિદત્તાએ જ્યાં રથમાં પગ મૂક્યા, તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. જો મેં એને પકડી લીધી ન હોત, તો એ પડી જાત. એ એની જન્મભૂમિને છોડી એના માટે અજાણી દુનિયામાં આવી રહી હતી ને! એની પ્રસન્નતા માટે મેં હરણ અને હરણીના જોડલાને સાથે જ લીધું હતું. મેં એને ખુબ સાત્ત્વના આપી. મારા ઉત્તરીય વસ્ત્રથી એનાં આંસુ લૂછયાં. એ કંઈક સ્વસ્થ થઈ એટલે અમે પ્રયાણ આરંભી દીધું. મારા હૃદયમાં ઋષિદત્તા પ્રત્યે જેમ પ્રેમ હતો, તેમ કરુણા પણ હતી. રાજર્ષિએ એના માટે કરેલી લાગણીભરેલી ભલામણો મને બરાબર યાદ હતી. જોકે ઋષિદત્તાનું વ્યક્તિત્વ જ એટલું મોહક હતું કે મને ક્યારેય એના પ્રત્યે અણગમો થાય, એ શક્ય ન હતું. માર્ગમાં અમે જ્યાં જ્યાં રોકાતાં હતાં, પડાવ નાંખતાં હતાં, ત્યાં ત્યાં ઋષિદત્તા પોતાની સાથે લીધેલાં કેટલાંક ફળને વાવતી હતી! મેં આશ્રમમાં પણ જોયેલું કે એને વૃક્ષારોપણ કરવાનું ખૂબ ગમતું હતું. મેં એને પૂછેલું પણ ખરું. કે “આ ક્યાં ફળ છે?' એણે કહ્યું : “આ “સદાફળ” વૃક્ષનાં ફળ છે અને મને ખૂબ ગમે છે.” એ જે તન્મયતાથી વૃક્ષારોપણ કરતી હતી. હું જોઈ રહેતો હતો. મને ખૂબ આનંદ થતો હતો. મેં એને કહેલું : “ઋષિદત્તા, રાજમહેલમાં આવું વૃક્ષારોપણ કરવાનું નહીં મળે!” એણે પ્રત્યુત્તર આપ્યો : “એટલે મને માર્ગમાં પેટ ભરીને વૃક્ષારોપણ કરી લેવા દો!' અને એણે મારી સામે કેવી નિર્દોષ આંખોથી જોયું હતું! આમેય એ મૃગનયના હતી. એની આંખોમાં ખરેખર કામણ હતું. જેમ જેમ રથમદન નગર નજીક આવતું હતું, તેમ તેમ મારા મનમાં માતાના અને પિતાજીના વિચારો વધુ આવતા હતા. “શું માતા નારાજ તો નહીં થાય ને? શું પિતાજી રોષે તો નહીં ભરાય ને?કાવેરી જવાનું મારી ઇચ્છાથી જ માંડવાળ કર્યું હતું. ઋષિદત્તા સાથે લગ્ન પણ મેં મારી ઇચ્છાથી જ કર્યા હતાં. મારા જીવનમાં આ રીતે માતા-પિતાને પૂછ્યા વિના મારી ઇચ્છાથી મહત્ત્વના નિર્ણય કર્યા હતા. મારી આજ્ઞાંકિતતા મને થોડીક ચિંતિત કરતી હતી. માતા-પિતાની નારાજી મારા જેવા આજ્ઞાંકિત રાજકુમારને પોસાય એમ ન હતી.... બીજી ચિતા તો મને ન હતી, પરંતુ જો પિતાજી આજ્ઞા કરી દે કે For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૩૭ “મારે આ ઋષિકન્યા પુત્રવધૂ નથી જોઈતી...' તો શું થાય? ક્ષણવાર તો મારું હૃદય ચચરી ઊઠ્યું. મેં ઋષિદત્તા સામે જોઈ લીધું... પરંતુ એ તો જંગલની નૈસર્ગિક શોભા જોવામાં તલ્લીન હતી. મેં તુર્ત મારી દૃષ્ટિ પાછી ખેંચી લીધી. મારા મનમાં એક સમાધાન જ ડી ગયું.... હું માતાના ચરણોમાં મસ્તક મૂકીને, પિતાજીને મનાવી લેવા માતાને કહીશ. કરુણામયી માતા જરૂર મારી વાત માનશે. એને તો ઋષિદત્તા જોતાં જ ગમી જશે! માતાના સંરક્ષણ વિચારે મને આ શસ્ત કર્યો. મને માતાના વિચારો આવવા લાગ્યા. “માતા ઋષિદત્તાને રાજમહેલની જીવનપદ્ધતિ ખૂબ પ્રેમથી શીખવાડી દેશે. ઋષિદત્તા કોઈ ભૂલ કરશે તો પણ માતા ગુસ્સે નહીં જ થાય.. જોકે આ મુગ્ધા કન્યાને જોતાં જ ગુસ્સો આવ્યો હોય તો પણ ઊતરી જાય એવો છે....... અને વળી મેં ઋષિદત્તા સામે જોયું! એ વખતે ઋષિદનાની દૃષ્ટિએ મને પકડી પાડ્યો. તેણે મને કહ્યું : ‘આ સામે દેખાય તે રથમર્દન નગર છે ને નાથ?' હા, એ જ આપણું નગર છે!' એ નગર તરફ એકીટસે જોઈ રહી હતી. હું એની સામે જોઈ રહ્યો હતો. રથના અશ્વોની ગતિ વધી રહી હતી.... જાણો અશ્વો પણ પોતાના નગરને ઓળખી ગયા હતા! બહુ થોડા સમયમાં અમે નગરના બાહ્ય પ્રદેશમાં પહોંચી ગયાં. ત્યાં તો અમારું સ્વાગત કરવા મંત્રીમંડળ અને હજારો નગરજનો અમારી રાહ જોતા ઊભેલાં હતાં. અમારા પહોંચતાં લોકોએ જયધ્વનિ કરવા માંડ્યો. સહુની નજર ઋષિદત્તા તરફ જતી હતી. મને લાગ્યું કે સહુ લોકો ઋષિદત્તાને જોઈને રાજી થયા છે. મારા મનમાં આનંદ થયો. મહામંત્રીએ મારી કુશળતા પૂછી. મેં ખૂબ નમ્રતાથી પ્રત્યુત્તર આપ્યો. ત્યાર પછી ખૂબ ધામધૂમથી અમારો નગરપ્રવેશ થયો. નગરમાં ઠેર ઠેર પ્રજાજનો અમને ઉમળકાથી વધાવતા હતા. ઋષિદત્તાના મુખ ઉપર પ્રસન્નતા હતી. મારું ચિત્ત પણ આનંદિત થયું હતું. અમે રાજમહેલે પહોંચ્યાં. નગરજનોને બે હાથ જોડી અભિવાદન કર્યું, અને ઋષિદત્તા સાથે મેં મહેલમાં પ્રવેશ કર્યો. આમ તો હું સીધો પિતાજી પાસે જ જાત, પરંતુ ઋષિદત્તાને સંકોચ ન થાય એટલા માટે અમે પહેલાં માતાની પાસે ગયાં. મેં માતાનાં ચરણે પ્રણામ કર્યા. ઋષિદત્તાએ પણ મારું અનુકરણ કર્યું. માતાએ અમારા બંનેના માથે હાથ મૂકીને હૃદયનાં હેત વરસાવ્યાં. ઋષિદત્તાને તો માતાએ પોતાના ખોળામાં જ લઈ લીધી.... વારંવાર એના મુખ સામે જોવા લાગી.... અને પ્રેમથી એને ભીંજવી નાંખી! ઋષિદત્તા ખૂબ શરમાઈ ગઈ હતી.... માતાએ એને જ પૂછુયું : For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ પાંપણે બાંધ્યું પાણિયારું બેટી, તને ક્યા નામથી બોલાવું?” ‘ઋષિદત્તા” નીચી દૃષ્ટિએ ને નતમસ્તકે એણે જવાબ આપ્યો. મેં માતાને કહ્યું : હું પિતાજીનાં ચરણે નમસ્કાર કરી આવું મા!' ઋષિદત્તાને પણ સાથે લઈ જા....” માતાના નેહભર્યા વ્યવહારથી મન નિર્ભય થઈ ગયું હતું. પિતાજી પાસે જવાનો સંકોચ રહ્યો ન હતો. પિતાજીના ખંડમાં અમે પ્રવેશ કર્યો. પિતાજી પ્રસન્નચિત્ત હતા. મેં જઈને એમનાં ચરણે પ્રણામ કર્યા. ઋષિદત્તાએ પણ પ્રણામ કર્યા. પિતાજીએ અમારા બંનેના મસ્તકે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. મારો હાથ પકડી એમની પાસે બેસાડ્યો.... મેં ઋષિદત્તાને આંખોના ઇશારાથી માતાની પાસે પહોંચી જવા જણાવી દીધું. તુર્ત જ પિતાજી બોલ્યા : બેટી, હવે આ મહેલ તારું ઘર છે. સુખી થાઓ... ઋષિદત્તાએ મસ્તક નમાવીને પિતાજીને નમસ્કાર કર્યા. અને ધીમે પગલે નતમસ્તકે તે ખંડમાંથી બહાર નીકળી ગઈ. પિતાજી એને જતી જોઈ રહ્યા હતા. એના ગયા પછી તેઓએ મારી સામે જોયું અને બોલ્યા : વત્સ, અમરાવતીના મહારાજા હરિફેણ મારા પરિચિત હતા. રાજ્યનો ત્યાગ કરીને રાણી પ્રીતિમતિ સાથે તેમણે આશ્રમવાસ સ્વીકારેલો, તે હું જાણતો હતો. એટલે આ કન્યા રાજકન્યા જ છે. એની મુખાકૃતિ કહે છે કે મારી પુત્રવધૂ સુશીલ છે. જેવું રૂપ છે તેવા જ ગુણ છે.' - હું નતમસ્તકે, દૃષ્ટિ જમીન પર સ્થાપીને સાંભળી રહ્યો હતો. પિતાજીના શબ્દો સાંભળીને મને અવર્ણનીય આનંદ થયો. ખરેખર મને ‘ઋષિદત્તા પુણ્યશાલિની સ્ત્રી છે.' એ વાતનો નિર્ણય થયો. પિતાજીએ મને કોઈ જ ઉપાલંભ ન આપ્યો... “તેં મને કંઈ પુછાવ્યું પણ નહીં? કાવેરી કેમ ન ગયો? કાવેરીપતિ મારા પ્રત્યે કેવા નારાજ થશે? તે અયોગ્ય પગલું કેમ ભર્યું...?' આવું કંઈ જ ન બોલ્યા. ઋષિદત્તાની પ્રશંસા કરી. એટલું જ નહીં, પરંતુ મને શિખામણ આપી કે : બેટા, ઋષિકન્યા છે, રાજમહેલની રીતભાતથી ટેવાતાં વાર લાગશે... એના પર ગુસ્સો ન કરીશ.... સાવ મુગ્ધા છે....' પિતાજી પાસેથી આવા સૌજન્યભર્યા વ્યવહારની કોઈ આશા ન હતી! અને સૌજન્યભર્યો વ્યવહાર જોવા મળ્યો, તેથી મારા હૃદયમાં તેઓના પ્રત્યે આદરભાવ વધી ગયો. For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ પાંપણે બાંધ્યું પાણિયારું હજુ મારે દૈનિક કર્તવ્યોથી પ૨વા૨વાનું બાકી હતું. પિતાજીની અનુમતિ લઈ હું સીધો માતાની પાસે પહોંચ્યો. મને જોતાં જ ઋષિદત્તાએ ચિંતિત આંખે મારી સામે જોયું, મેં પૂછ્યું : ‘કેમ?' ‘આપણું હ૨ણ-હ૨ણીનું જોડલું ક્યાં....?’ ‘હા! અહીં મંગાવી લઉં?' મેં હસીને પૂછ્યું. માતાને કંઈ સમજાયું નહીં એટલે એણે જિજ્ઞાસાથી મારી સામે જોયું. મેં માતાને કહ્યું : ‘અમે આશ્રમમાંથી એક સરસ હરણ-હરણીનું જોડું સાથે લઈ આવ્યાં છીએ. મા તને પણ એ ગમી જશે!' ‘એમ? ક્યાં છે એ હરણ-હરણી? મહેલના જ પાછળના બગીચામાં એને રાખીશું... કેમ બેટી?' માએ ઋષિદત્તાને પૂછ્યું. ઋષિદત્તાએ માથું નમાવીને પોતાની સંમતિ આપી દીધી. મેં દાસીને સૂચના આપી. દાસી હરણ-હરણીને લેવા ચાલી ગઈ અને ઋષિદત્તાને લઈ હું મારા આવાસમાં પહોંચી ગયો. સ્નાનાદિથી નિવૃત્ત થઈ અમે બેઠાં જ હતાં, ત્યાં માતાએ ભોજન માટે બોલાવ્યાં. ‘તમારી માતા કેટલાં પ્રેમાળ છે! મને ખૂબ ગમી ગયાં....' ઋષિદત્તા મારો હાથ પકડીને, મારી સામે જોઈને બોલી. ‘તારી વાત સાચી છે. માતા તો વાત્સલ્યની ગંગા છે!' અમે ભોજન માટે પહોંચી ગયાં. હું જમવા બેઠો. ઋષિદત્તા માતાની પાસે જઈને બેઠી, માતાએ એને મારી સાથે જમી લેવા કહ્યું, પણ એણે ના પાડી. એણે માતાની સાથે ભોજન કરવાનો આગ્રહ રાખ્યો. માતાએ એનો આગ્રહ માન્ય રાખ્યો. મેં માતાને કહ્યું : ‘એ એના હરણ-હ૨ણીને જાતે લીલુંછમ ધાસ ખવડાવશે, ત્યારે જ એને ભોજન ભાવશે! માટે પહેલાં એ કામ કર!' માતાએ ઋષિદત્તાના મુખ પર પોતાનો પ્રેમાળ હાથ ફેરવ્યો અને પ્રસન્નવદને કહ્યું : ‘બેટી, પશુમાં પણ આપણા જેવો જ આત્મા વસે છે, એના સુખ-દુઃખનો વિચાર આપણે કરવો જ જોઈએ.... આજે તો હું પણ તારી સાથે આવીશ. આપણે બંને એ જોડલાને ખવડાવીશું!' ઋષિદત્તાની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. માએ પોતાના વસ્ત્રથી એનાં આંસુ લૂછ્યાં. ભોજનથી નિવૃત્ત થઈને મેં વિશ્રામ કરવાનું વિચાર્યું. ઋષિદત્તા માતાની સાથે હતી. હું શયનગૃહમાં પહોંચ્યો. દીર્ઘ યાત્રાનો થાક હતો. પલંગમાં પડતાંની For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦. પાંપણે બાંધ્યું પાણિયારું સાથે જ ઘસઘસાટ ઊંઘી ગયો. દિવસનો ત્રીજો પ્રહર પૂરો થઈ ગયો હતો. જ્યારે હું જાગ્યો, ઋષિદત્તા મારા પલંગ પાસે જ જમીન પર બેઠેલી હતી..... એ ખૂબ પ્રફુલ્લિત હતી. એણે મને પાણી આપ્યું. મેં પાણી પીધું અને પૂછ્યું : ‘તું અહીં ક્યારની બેઠી છે?' હમણાં જ આવી! માતાએ મને આખો મહેલ બતાવ્યો.. પેલા હરણહરણીને જોઈને માતા એટલાં બધાં રાજી થઈ ગયાં કે હરણીને તો છાતીએ લગાડીને ખૂબ પ્રેમ કર્યો! એમના માટે બગીચામાં મેં સરસ જગા પસંદ કરી છે... આપણા આવાસમાંથી એમને જોઈ શકીએ.. ચાલો, તમને બતાવું....' મારો હાથ પકડી મને એ એક ઝરૂખામાં લઈ ગઈ. ઝરૂખામાંથી તેણે રમતાંખીલતાં હરણ-હરણી બતાવ્યાં. મારું મન પ્રસન્ન થઈ ગયું. મેં એને કહ્યું : ઋષિ, આપણે માતા પાસે જઈએ.... એ મારી રાહ જોતી હશે...!” હા, મને કહ્યું હતું માતાએ, એ જાગે એટલે મને કહી જજે... હું તો કહેવાનું જ ભૂલી ગઈ!' ક્યાં ભૂલી ગઈ છે? મને કહી દીધું! હજુ હમણાં જ હું જાગ્યો છું ને!' “તો હું કહી આવું?” ના, આપણે જ જઈએ...” હું આવું?' તારે વિશ્રામ કરવો છે? “ના, પણ માતાને તમારી સાથે કોઈ વાત.....' હું હસી પડ્યો. એના મનની વાત હું સમજી ગયો. મેં એને કહ્યું કે “એવો સંકોચ ન રાખીશ ઋષિ, તું ને હું જુદાં નથી....' એણે મારી છાતીમાં મુખ છુપાવી દીધું. અમે બંને માતાની પાસે પહોંચ્યાં. માતાની પાસે મોટા ઘરની આઠ-દસ સ્ત્રીઓ બેઠેલી હતી. માતાની પાસે પડેલા ભદ્રાસન પર હું બેસી ગયો. ઋષિ માતાનાં ચરણોમાં જમીન પર બેસી ગઈ. મળવા આવેલી સ્ત્રીઓએ મારી કુશળતા પૂછી અને આવી રૂપરૂપના અંબાર જેવી પત્ની મળવા બદલ અભિનંદન આપ્યાં. તે સ્ત્રીઓએ ઋષિદત્તાના રૂપની એવી પ્રશંસા કરવા માંડી કે ઋષેિ શરમાઈ ગઈ.... અને ત્યાંથી ઊભી થઈને ભાગવા લાગી! મા હસી પડી અને ઋષિનો હાથ પકડી પોતાના ખોળામાં છુપાવી દીધી. સંધ્યાકાલીન ભોજનનો સમય થયો હોવાથી આગંતુક સ્ત્રીઓ માતાને પ્રણામ કરીને ચાલી ગઈ. For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૪૧ માતાએ મારી સામે જોયું. મા ખૂબ પ્રસન્ન હતી. જાણે ઋષિદત્તા સાથે જનમજનમની પ્રીત હોય તેમ માતા ઋષિને ચાહવા લાગી હતી. મા હવે મારી સાથે શાંતિથી વાતો ક૨વા ઇચ્છતી હતી. તેણે દાસીને કહી દીધું કે ‘હવે કોઈને મળવા માટે આવવા ન દઈશ.’ માતાને, હું ૨થમર્દનથી કાવેરી જવા નીકળ્યો, ત્યાંથી માંડીને બધી જ વાર્તા સાંભળવાની જિજ્ઞાસા હતી. અને જિજ્ઞાસા સ્વાભાવિક હતી.... મેં અથથી ઇતિ સુધીની બધી જ વાત કહી સંભળાવી.... જ્યારે મેં રાજર્ષિ હરિષણના અગ્નિપ્રવેશની વાત કરી.... માતાની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યાં. ઋષિદત્તા પણ માતાના ખોળામાં મુખ છુપાવીને રડી રહી હતી.... મારો સ્વર પણ ગદ્ગદ થઈ ગયો હતો. મેં તુર્ત જ વાત બદલી નાંખી. ગંભીર બની ગયેલા વાતાવરણને હળવું કરવા પ્રયત્ન કર્યો. બધી વાતો સાંભળ્યા પછી માના હૃદયમાં ઋષિદત્તા પ્રત્યે વાત્સલ્ય વધી ગયું હતું. સાંજના ભોજનનો સમય થઈ ગયો હતો. ઋષિદત્તા રાત્રિભોજન નહોતી કરતી એટલે મેં માતાને કહ્યું : ‘મા, આ તારી પુત્રવધૂ રાત્રિભોજન નથી કરતી!' ‘બહુ સારું બેટા, હવે તારે પણ રાત્રિભોજનનો ત્યાગ થઈ જશે ને!' ‘તને ભોજન કરાવ્યા વિના એ ભોજન નહીં કરે ને!' ઋષિદત્તાએ મારી સામે જોયું.... મેં ભોજનની વાત કરી, એ એને ન ગમી હોય એમ લાગ્યું. મારા મુખ પર સ્મિત આવી ગયું. મા ઋષિને લઈને રસોઈઘર તરફ ચાલી ગઈ. દાસીએ આવીને સમાચાર આપ્યા કે મારા મિત્રો મારી રાહ જોતા બહાર ઊભા છે. હું ઝડપથી મિત્રો પાસે પહોંચ્યો. મિત્રો સાથે થોડીક ઔપચારિક વાતો કરી, ત્યાં તો ભોજન માટે નિમંત્રણ આવી ગયું! દાસી આવીને કહી ગઈ. પિતાજી પણ ભોજન માટે આવી ગયા હતા. મિત્રોને પછી મળવાનું કહી, વિદાય આપી, હું ભોજનગૃહમાં પહોંચ્યો, પિતાજી મારી રાહ જોતા હતા. અમે પિતા-પુત્રે ભોજન કર્યું. માતા પાસે બેસીને આગ્રહ કરી કરીને ભોજન કરાવતી હતી. ઋષિ માતાની પાછળ બેસીને સંકોચ સાથે માતાને સહાય કરતી હતી.... વચ્ચે વચ્ચે તે મારી સામે જોતી હતી.... તે મારી પ્રસન્નતાનો પ્રતિપળ ખ્યાલ રાખતી હતી.... For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઋષિદત્તાને રાજપરિવારની રહેણી-કરણીમાં ગોઠવાઈ જતાં વાર ન લાગી. મારી માતાનું વાત્સલ્યભર્યું માર્ગદર્શન એને મળતું હતું. એ મારી માતાને સાસુ નહોતી માનતી, માતા જ માનતી હતી. મારી માતા પણ એને પુત્રી જ માનતી હતી. ‘હું સાસુ છું’ એવો વિચાર પણ માતાને આવ્યો નહીં હોય, પછી સાસુપણાનો અહંકાર એને હોય જ ક્યાંથી? માતા અને ઋષિદત્તાના પ્રેમભર્યા સંબંધોએ રાજપરિવારમાં આનંદની વૃદ્ધિ કરી હતી. હસતી-ખીલતી ઋષિદત્તાને જોઈને મારું હૃદય પ્રસન્નતાથી છલકાતું હતું. હું હંમેશાં એ ચાહતો હતો કે ‘ઋષિદત્તાને માનસિક કષ્ટ પણ ન પડવું જોઈએ.' જોકે એ પણ મારા માટે એટલી જ જાગ્રત રહેતી હતી. એક દિવસ મેં એને પૂછ્યું : ‘ઋષિ, તને આશ્રમ યાદ આવે છે?' ત્યારે તેણે મને કહ્યું : ‘અહીં આવીને આશ્રમને તો ભૂલી જ ગઈ છું.... હું નગુણી કહેવાઉં ને? જે આશ્રમે મને વર્ષો સુધી આનંદ આપ્યો, તેને હું સાવ ભૂલી ગઈ!' તેની મોટી મોટી આંખોમાં મેં પાણી જોયું.... મને થયું કે મેં આશ્રમ યાદ કરાવીને ભૂલ કરી! મેં વાત બદલવા પ્રયત્ન કર્યો. મેં કહ્યું : ‘ના ના, હું એ રીતે નથી પૂછતો, હું તો એ પૂછું છે કે તને અહીં રાજમહેલમાં કોઈ પ્રતિકૂળતા તો નથી ને? કોઈ ઊણપ લાગતી નથી ને ? તેણે ભાવવિભોર થઈને કહ્યું : ‘નાથ, અહીં શાની ઊણપ હોય? અહીં શાની પ્રતિકૂળતા? આપ મારી કેટલી કાળજી રાખો છો! માતા કેવાં પ્રેમભર્યાં મને મળી ગયાં છે! માતા તો સાચે જ માતા છે..... હું ઋષિદત્તાના નિસર્ગ પ્રેમને જાણતો હતો એટલે એને લઈને હું ઘણી વા૨ નગરથી દૂર રમણીય લીલાછમ પ્રદેશમાં જતો હતો. ખળખળ વહેતાં ઝરણાંના કિનારે બેસી એ પોતાના બંને પગ ઝરણાંના પાણીમાં નચાવતી.... ખેતરોના ઊભા પાકની વચ્ચે દોડી જઈ છુપાઈ જતી અને મારી પાસે શોધાશોધ કરાવતી.... ટેકરાઓ ઉપર દોટ મૂકીને ચઢી જતી.... હું પાછળ રહી જાઉં તો એ ખડખડાટ હસી પડતી.... પાછી આવી મારા હાથ પકડી મને ઉપર લઈ જતી. એમાંય જો કોયલના ટહુકા સાંભળવા મળતા તો તો એ નાચી ઊઠતી! એનું હાસ્ય, એનું નૃત્ય... એનું ગીત... મારા હૃદયને આનંદથી ભરી દેતું. અલબત્ત એની પ્રત્યેક For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ પાંપણે બાંધ્યું પાણિયારું પ્રવૃત્તિ ઔચિત્યથી ભરપૂર રહેતી. વિનય અને વિવેકથી સભર રહેતી. પરમાત્માના મંદિરે એ માતાની સાથે જતી હતી. વિવિધ રંગનાં સુગંધી પુષ્પોથી પરમાત્માની મૂર્તિને એ એવી તો સજાવતી હતી કે માતાનું મન પુલકિત બની જતું. પરમાત્માની સ્તવના કરતાં તો બંને સાસુ-વહુ ભાવવિભોર બની જતાં હતાં. ઋષિદરાના કંઠમાં એવો જાદુ ભરેલો હતો. એનું સમગ્ર વ્યક્તિત્વ જ જાદુભરેલું હતું, આ માત્ર મારું જ કથન છે એમ નહીં, માતા અને રાજપરિવારની બીજી વ્યક્તિઓનું પણ આ જ કથન હતું. ઋષિદત્તાના સહવાસમાં આ રીતે જીવન વ્યતીત થઈ રહ્યું હતું, હજુ મહિનાઓ પણ વીત્યા ન હતા; જે દિવસો વીત્યા હતા તે પણ એટલી ઝડપથી વીત્યા હતા કે સહુને લાગતું હતું : “હજુ રાજકુમાર કાલે જ પરણીને ઘેર આવ્યો છે!” ત્યાં એક પ્રભાતે ન બનવાની ઘટના બની ગઈ. હજુ સૂર્યોદય નહોતો થયો, ઉષાકાળ હતો, ત્યાં મહેલની બહાર કંઈક કોલાહલ સંભળાયો. ઋષિદત્તા નિદ્રાધીન હતી. હું પલંગમાંથી ઊઠ્યો અને શયનગૃહના વાતાયનમાંથી બહાર જોયું. રાજમહેલના દ્વારે માણસો બોલી રહ્યા હતા : “આજે રાત્રે નગરમાં એક પુરુષની હત્યા થઈ ગઈ છે.' અમારા નગરમાં આવો હિંસાનો બનાવ ભાગ્યે જ બનતો એટલે આ બનાવથી ચોકીદારો ચોંકી ઊઠ્યા હતા. હું આવીને પલંગમાં બેઠો. મેં સૂતેલી ઋષિદત્તા સામે જોયું અને ચમકી ગયો.... મારી આંખો પહોળી થઈ ગઈ. ઋષિદરાનું મુખ લોહીથી ખરડાયેલું હતું! એના કપોલ ઉપર પણ લોહીના ડાઘ હતા. મેં ધ્યાનથી ઋષિદત્તાનું મુખ જોયું! આજુબાજુ જોયું... તો ઓશીકા પાસે માંસના ટુકડા જોયા! મારું માથું ભમવા લાગ્યું. મારા મનમાં તીવ્ર ગતિથી વિચારો ઊભરાવા લાગ્યા. “નગરમાં એક માણસની હત્યા થઈ છે. બીજી બાજુ ઋષિદત્તાનું મુખ લોહીથી ખરડાયેલું છે અને એના ઓશીકા પાસેથી માંસના ટુકડા મળી આવે છે.... શું રાત્રિના સમયે જ્યારે હું ભરનિદ્રામાં હોઈશ ત્યારે આ ઋષિદત્તાએ નગરમાં જઈને પેલા માણસની હત્યા કરી હશે? શું આ ઋષિકન્યામાં રાક્ષસ છુપાયો હશે? શું આણે જ હિંસા કરી હશે? ક્યારેય મેં આ સ્ત્રીનું આવું રૂપ જોયું નથી.... અને આ કેવી રીતે બન્યું? જે કન્યાનો જન્મ ઋષિના આશ્રમમાં થયેલો છે, જેનો ઉછેર એક મહાત્મા પિતાની છાયામાં થયેલો.... જેને જન્મથી અહિંસા અને સત્યના પાઠ ભણાવવામાં For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४४ પાંપણે બાંધ્યું પાણિયારું આવ્યા છેજેણે મને માંસાહારનાં નુકસાનો સમજાવ્યાં છે.... તે સ્ત્રી આવું હિચકારું કૃત્ય કરે ખરી? મારું મન વ્યગ્ર બની ગયું. પ્રતિપક્ષી વિચારો આવવા લાગ્યા. હા હા, ગમે તેમ તોય સ્ત્રી છે ને! સ્ત્રીચરિત્ર હમેશાં ગહન હોય છે. નીતિશાસ્ત્રમાં કહેલું છે : “રુપનીરપાયલ’ સાચી વાત લાગે છે. આનું બાહ્ય ક્લેવર જેમ અત્યંત રૂપવાળું છે, તેટલું જ આંતરિક રૂપ અત્યંત ભયાનક લાગે છે... આ રાક્ષસી લાગે છે.... ભયંકર માયાવિની લાગે છે.' જે ઋષિદત્તા માટે, મેં એને સર્વપ્રથમ જોઈ હતી ત્યારથી માંડીને આજની ક્ષણ સુધી એક પણ ખોટો વિચાર નહોતો કર્યો, તે ઋષિદત્તા માટે મારા મનમાં ખરાબમાં ખરાબ વિચાર આવવા લાગ્યા.. મેં પુનઃ ઋષિદત્તા સામે જોયું. ભલે એના હોઠ, કપોલ, નાક વગેરે લોહીના ડાઘવાળાં હતાં પરંતુ એના મુખ પર સૌમ્યતા હતી.... એના મુખ પર નિર્ભયતા અને નિશ્ચિતતા તરવરતી હતી... વળી મને બોલવા માંડ્યું... ના, ના, ઋષિદત્તા આવી નિર્દય ન હોઈ શકે, ક્રૂર ન હોઈ શકે, આવું ઘર કૃત્ય આ નારી ન જ આચરી શકે....” મનમાંથી એ જ પ્રશ્ન ઊઠ્યો : “તો પછી લોહીથી મુખ ખરડાયું કેવી રીતે?” સમાધાન મળતું નથી.... મન અકળાય છે.... મતિ મૂંઝાય છે.... ત્યાં વિચાર આવ્યો : “એને જ પૂછી જોઉં? એ શું કહે છે? એ અત્યાર સુધી મારી પાસે ક્યારેય અસત્ય બોલી નથી.” મેં ઋષિદત્તાને જગાડી. શયનગૃહનો દરવાજો બંધ જ હતો. એણે આંખો ખોલી, મારી સામે જોયું. મારા ચહેરા ઉપર એણે ક્યારેય નહીં જોઈ હોય તેવી વિકૃતિ જોઈ હશે... એટલે એણે પૂછ્યું : “નાથ, આજે આપના મુખ પર વિષાદ કેમ છે?” જોકે મને એના આ પ્રશ્નથી એના પર ગુસ્સો આવી ગયો. મનમાં હું બોલી ઊઠ્યો : “તું તારું મોઢું તો જો... વિષાદ ન આવે તો બીજું શું થાય?' પણ ગુસ્સાને દબાવીને મેં ઋષિદત્તાને કહ્યું : “મારે તને કંઈક પૂછવું છે...' તેણે કહ્યું : “પૂછોને!” તેની આંખોમાં નરી નિર્દોષતા તરવરતી હતી. રાજર્ષિ હરિર્ષણના કુળમાં ઉત્પન્ન થયેલી તું રાક્ષસી છે?' મારો પ્રશ્ન સાંભળીને તે ભયભીત થઈ ગઈ.... એણે પોતાના બે હાથ મારા મુખ ઉપર દાબી દીધા અને ભીની આંખે અને આર્ટ સ્વરે તે બોલી : For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પાંપણે બાંધ્યું પાણિયારું ‘નાથ, આ તમે બોલો છો? શું બોલી રહ્યા છો?' Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ ‘દેવી, તું જ તારું મુખ અરીસામાં જો. તારું મુખ લોહીથી ખરડાયેલું છે અને તારા ઓશીકા પાસે જો.... માંસના ટુકડા પડેલા છે.... બીજી બાજુ આજે રાત્રે નગરમાં એક પુરુષની હત્યા થઈ ગઈ છે...’ ઋષિદત્તા ઝટ પલંગથી નીચે ઊતરી. અરીસામાં પોતાનું મુખ જોયું.... અને ઓશીકા પાસે પડેલા માંસના ટુકડા જોયા.... તે થથરી ગઈ. ક્ષણભર એ વિચારમાં ડૂબી ગઈ.... પણ તુર્ત જ સ્વસ્થ બની, ખૂબ દૃઢતાપૂર્વક તેણે મને કહ્યું : ‘મારા નાથ, જો હું માંસભક્ષિણી હોત તો આપને હું માંસભક્ષણનો નિષેધ કેમ કરત? હું આ બનાવમાં સાવ અજાણ છું.... કંઈ જ જાણતી નથી.... મારા કોઈ વિદ્વેષીએ, મારા જ કોઈ પાપકર્મથી પ્રેરિત થઈને આ કૃત્ય કર્યું લાગે છે... તે છતાં જો આપને મારા પ્રત્યે અપ્રીતિ થઈ હોય.... તો આપ મને શિક્ષા કરી શકો છો..... એ મારી સામે અનિમેષ નયને જોઈ રહી. એના શબ્દો.... એની આંખો.... એનું વ્યક્તિત્વ.... એ બધાંમાં મને સચ્ચાઈ લાગી. મારું મન બોલી ઊઠ્યું : ‘ના, ના, ઋષિદત્તા નિર્દોષ છે.... જરૂ૨ કોઈ વિદ્વેષી, ઈર્ષ્યાળુ માણસનું આ કાવતરું છે. ઋષિદત્તાને બદનામ કરવા જ આ કામ કોઈ દુષ્ટ માણસે કર્યું છે.’ મેં તુર્ત જ ઋષિદત્તાને કહ્યું : ‘તું નિર્દોષ છે, આવું પાપકૃત્ય તું ન જ કરે.... મેં ખોટી કલ્પના કરી.... મને ક્ષમા કરી દે...’ ઋષિદત્તા તો ઊભી જ રહી હતી.... મારા શબ્દો એણે સાંભળ્યા કે નહીં, તેની મને ખબર ન પડી; પણ મેં તુર્ત જ મારા હાથે જ પાણીથી એનું મુખ ધોઈ નાંખ્યું અને માંસના ટુકડા ખાળમાં નાંખી દીધા. ઋષિદત્તાના હૃદયની શું સ્થિતિ થઈ હશે.... એની કલ્પના મને આવવા લાગી. મેં એની પાસે બેસીને એને આશ્વસ્ત કરી. એના પ્રત્યે મારા હૃદયમાં હવે કોઈ શંકા નથી રહી, એ વાત એના મનમાં ઠસાવવા મેં પૂરો પ્રયત્ન કર્યો.... મને લાગ્યું કે મારો પ્રયત્ન સફળ થયો છે. એના મુખ ઉપર પૂર્વવત્ પ્રસન્નતા ઝળકી ઊઠી. For Private And Personal Use Only અમે જ્યારે શયનગૃહની બહાર નીકળ્યાં, ત્યારે જાણે કંઈ જ બન્યું નથી, એ રીતે જ બહાર નીકળ્યાં. ઋષિદત્તા માતાની પાસે પહોંચી ગઈ અને હું સીધો પિતાજીની પાસે ગયો. પિતાજીના મુખ ઉપર ચિંતાની રેખાઓ ઊપસેલી હતી. પ્રજાવત્સલ રાજાને પ્રજાજનની હત્યાના સમાચારથી દુ:ખ થાય, તે સ્વાભાવિક Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬ પાંપણે બાંધ્યું પાણિયારું હતું. મને પિતાજીએ વાત પણ કરી અને હત્યારાની તપાસ ચાલુ કરાવ્યાના સમાચાર પણ આપ્યા. મેં અમારા શયનગૃહની ઘટનાની વાત પિતાજીને કે માતાને નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. ઋષિદત્તાને પણ મેં કહી દીધું હતું કે એ માતાને વાત ન કરે. એ સિવાય બીજા કોઈને વાત કરવાની શક્યતા એના માટે ન હતી. જો એ સરળ હૃદયથી માતાને વાત કરે તો માતા પિતાજીને વાત કરે જ. પિતાજી એ વાતનો સંબંધ નગરમાં થયેલી હત્યા સાથે જોડ્યા વિના ન રહે.. અને તો પરિણામ કેવું ભયંકર આવે? ઋષિદરાની નિર્દોષતા કાંઈ જ કબૂલવા તૈયાર ન થાય, ઋષિદત્તાની પ્રશંસા કરતાં ન ધરાતા માણસો પણ એને દોષિત માનવા તૈયાર થઈ જ જાય. અરે, મેં પણ ક્ષણભર તો ઋષિદત્તાને દોષિત માની લીધી હતી ને? એને “રાક્ષસી' માની લીધી ન હતી? તો પછી બીજા લોકો તો બિચારા માની જ લે ને! મારા મનમાં બીજો પ્રશ્ન ઊઠ્યો : “આવું કૃત્ય કોણે કર્યું હશે? શા માટે કર્યું હશે? ઋષિદત્તા પ્રત્યે આવી વેરભાવના કોના હૈયામાં જાગી હશે? શા માટે જાગી હશે? ઋષિદત્તાએ કોઈનું કંઈ બગાડ્યું નથી. આશ્રમમાં પણ એનો કોઈ શત્રુ ન હતો અને આવી સુશીલ સ્ત્રીનો શત્રુ કોણ હોય? મેં ખૂબ ગડમથલ કરી પણ સમાધાન ન જ મળ્યું. મધ્યાહ્નના ભોજન પછી જ્યારે હું શયનગૃહમાં આરામ કરવા ગયો, ત્યારે ઋષિદત્તા મારી પાસે આવી. તેના મુખ ઉપર સહજ નિર્દોષતા હતી... છતાં ઊંડી ઊંડી કોઈ વેદના મેં જાણી. મેં એના બંને હાથ મારા હાથમાં લઈ ખૂબ પ્રેમથી પૂછ્યું, “ઋષિ, આજે તને મારા વર્તાવથી ખૂબ દુ:ખ થયું, નહીં?' એમાં આપ શું કરો? મારાં પાપકર્મ ઉદયમાં આવે તો આપનાથી પણ એવું વર્તન થઈ જાય! આપને કોઈ દોષ નથી. મારા કર્મનો જ દોષ છે....' ના, ના, તારાં કર્મો તો સારાં છે! દોષ મારો જ છે!' “જો મનુષ્યનાં કર્મ સારાં હોય તો એને કોઈ દુઃખી ન કરી શકે, એમ મારા પિતાજી કહેતા હતા. માણસનાં પોતાનાં પૂર્વભવોમાં ઉપાર્જિત કરેલાં પાપકર્મો આ ભવમાં ઉદયમાં આવે તો એને દુઃખ આવે છે. આ વાત મને મારા બાપુજી ઘણી વાર સમજાવતા.' “તારા પિતાજીએ તને શું નથી આપ્યું? કેવું સરસ તત્ત્વજ્ઞાન તને આપ્યું છે! મને પણ તું એ તત્ત્વજ્ઞાનની વાત કરીશ ને?” For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ના રે, મને એવી વાતો કરતાં ન આવડે!” તને આવડે છે.... તારી એ વાતો સાંભળીને મને ખૂબ આનંદ થશે. મને આનંદ નહીં આપે?” નાથ! આપને આનંદ નહીં આપું તો કોને આપીશ? આપ મને કેટલો બધો આનંદ આપો છો?” “ક્યાં આપું છું આનંદ? આજે તો ભારોભાર વિષાદ આપ્યો છે.' હવે એ વાત ભૂલી જાઓ... સંસારમાં આવું બધું બન્યા જ કરે! પણ એક વાત કહું?' ઋષિદત્તાએ મારી સામે જોયું અને પૂછુયું. મેં સંમતિસૂચક માથું ધુણાવ્યું. તેણે ક્ષણભર તો શયનગૃહના વાતાયન તરફ નીલ ગગનને જોયું... અને પછી તે બોલી : પ્રાણનાથ, મને લાગે છે કે મારા કોઈ પૂર્વજન્મનાં પાપકર્મ ઉદયમાં આવ્યાં છે. એ સિવાય મારી સાથે આવી ઘટના ન બને. ખેર, હું તો જે દુઃખ આવશે તે સહી લઈશ, પરંતુ મારી ખાતર આપને દુઃખ સહેવાનું આવે ત્યારે આપ મારો ત્યાગ....' મેં એના મુખ ઉપર જમણો હાથ દાબી દીધો... મારા એ હાથ ઉપર એની આંખોમાંથી આંસુ ટપકી રહ્યાં હતાં. મેં બીજા હાથે એનાં આંસુ લૂછી નાંખ્યાં.... મારા ગળે ડૂમો ભરાયો હતો. રૂંધાતા સ્વરે મેં કહ્યું : ઋષિ, એનો વિચાર પણ ન કરીશ..... તારાથી તો હું કેટલો બધો સુખી છું.. અને તારી ખાતર કદાચ દુઃખ સહેવાનું આવશે... તો તે પણ સુખ માનીને સહીશ. “સુખમાં સાથ અને દુઃખમાં ત્યાગ” એ તો અધમ માણસોનું કામ છે.” સરળ... નિર્દોષ.... અને ભોળી ઋષિકન્યા માટે મારા પ્રાણ પાથરી દેવાની ઉત્કટ લાગણી મારા હૈયામાં જાગી ગઈ.. પણ છેવટે લાગણી ને? લાગણીઓ ક્યાં શાશ્વત્ હોય છે? ક્ષણજીવી..... પાણીના પરપોટા જેવી.... For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir s બીજા દિવસે સવારે પણ પહેલા દિવસની દુર્ઘટનાનું પુનરાવર્તન થયું. મેં વહેલા જાગીને સર્વપ્રથમ ઋષિદત્તાનું મુખ જોયું. મુખ ઉપર પહેલા દિવસની જેમ લોહીના ડાઘ હતા અને ઓશીકા પાસે માંસના ટુકડા હતા. મેં સાચવીને ઋષિદત્તાના માથે હાથ મૂકીને એને જગાડી. એણે પણ ઊઠીને અરીસામાં પોતાનું મુખ જોયું... અને ઓશીકા પાસે પડેલા માંસના ટુકડા જોયા.. એના મુખ પર ગ્લાનિ થઈ આવી. આજે મેં એને ખૂબ સ્નેહભર્યા શબ્દોમાં કહ્યું : ઋષિ, કોઈ દુષ્ટ તત્ત્વ આપણને હેરાન કરવા, બદનામ કરવા મથી રહ્યું છે, પણ તું ચિંતા ન કરીશ. પરમાત્મા ઋષભદેવની કૃપાથી વિપ્ન ટળી જશે.” મે સ્વયં પાણીથી એનું મુખ સાફ કર્યું અને માંસના ટુકડા ખાળમાં નાખી દીધા. ઋષિદત્તા મારી સામે... મારા મનને પામવા.. જોઈ રહી હોય, એમ મને લાગ્યું. મારા મનમાં હવે કોઈ આશંકા રહી ન હતી. મારા હૃદયમાં ઋષિદત્તા. પ્રત્યે જરા પણ અપ્રીતિ થઈ રહી ન હતી. એને પણ મારા પ્રત્યે પૂર્ણ વિશ્વાસ હોય, એવું મને લાગ્યું. એના મનમાં જરા પણ અજંપો ન રહે, એવું હું ઇચ્છતો હતો. જ્યારે હું શયનગૃહની બહાર આવ્યો ત્યારે રાજપુરુષો પાસેથી સમાચાર મળ્યા કે “આજે પણ નગરમાં એક માણસની હત્યા થઈ ગઈ છે.” મારું હૃદય ધ્રુજી ઊઠ્યું. મેં રાજપુરુષોને કહ્યું : “હત્યારાને ગમે તે રીતે પકડવો જોઈએ. નિર્દોષ માણસોની હત્યા રોકવી જ જોઈએ.' મારા મનમાં એ જ વખતે બીજો વિચાર આવ્યો : મારે રાત્રિના સમયે જાગ્રત રહીને જાણવું જોઈએ કે “ઋષિદત્તાને કોણ કલંકિત કરવા પ્રયત્ન કરે છે. મેં રાત્રે જાગતા રહેવાનો મનોમન નિર્ણય કર્યો. ઊંઘતા હોવાનો દેખાવ કરવાનો અને જાગતા રહેવાનું! “જે માણસ.... જે દુષ્ટ તત્ત્વ નગરવાસીની હત્યા કરે છે, એ જ તત્ત્વ ઋષિદત્તાનું મુખ લોહીથી રંગી જાય છે.' એમ મને લાગ્યું. મને એ વ્યક્તિ અસાધારણ લાગી. રાજમહેલની ચારેબાજુ સંપૂર્ણ સૈનિક-પહેરો હોવા છતાં એ વ્યક્તિ રાજમહેલમાં આવી જાય છે.... મારા શયનખંડમાં પ્રવેશી જાય છે.... એમાંય ગઈ રાત્રિએ તો મેં શયનખંડની એક બારી પણ ખુલ્લી રહેવા દીધી ન હતી. દરવાજો અંદરથી For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું બંધ કરીને હું સૂતો હતો... છતાં એ વ્યક્તિ શયનખંડમાં પ્રવેશી ગઈ.... નથી દ્વાર તૂટ્યું.... નથી બારી તૂટી... નથી કોઈ ચોરી થઈ! મારે મન આ એક ખૂબ ગૂંચવણભર્યો કોયડો બન્યો હતો. હું પ્રાતઃકર્મથી પરવાર્યો હતો ત્યાં પિતાજીએ મને બોલાવ્યો. હું પિતાજી પાસે ગયો ત્યારે પિતાજીની પાસે નગરના આગેવાન સદ્દગૃહસ્થો બેઠેલા હતા. મહામંત્રી અને સેનાપતિ પણ બેઠેલા હતા. સહુના ચહેરાઓ ઉપર ઉદાસીનતા છવાયેલી હતી. હું પિતાજીની પાસે જઈને બેઠો. પિતાજીએ મારી સામે જોયું. કકરથ, આજે પણ એક નગરવાસીની નિર્મમ હત્યા થઈ ગઈ છે... હત્યારો પકડાયો નથી.” પિતાજીએ ગંભીર વાણીમાં વાતનો પ્રારંભ કર્યો. મેં સેનાપતિની સામે જોયું. સેનાપતિની દૃષ્ટિ જમીન પર ચોંટેલી હતી. ‘સેનાપતિજી!” જી', સેનાપતિએ મારી સામે જોયું. આજે રાત્રે સમગ્ર નગરમાં ગુપ્તચરોની જાળ પાથરી દો. કોઈ પણ રીતે હત્યારો પકડાવો જોઈએ. આ અંગે તમે મારી સાથે ચાલો. ગુપ્ત મંત્રણાલયમાં જઈને આપણે વિચાર કરીએ.' પિતાજી બોલ્યા : “બેટા કનકરથ, હત્યારો અસાધારણ લાગે છે. ખૂબ કુશળ લાગે છે. છતાં તમે ખૂબ કુનેહથી અને ચીવટથી તપાસ કરો તો એને પકડી શકશો.' મેં કહ્યું : “પિતાજી, અમે એમ જ કરીશું.” અને હું ત્યાંથી ઊભો થયો. નગરશ્રેષ્ઠીઓ પણ આશ્વસ્ત થયા હતા. સેનાપતિને મેં ઇશારાથી મારી પાછળ આવવા જણાવ્યું અને અમે મંત્રણાલયમાં પહોંચ્યા. મેં સેનાપતિને ગુપ્તચરોની જાળ કેવી રીતે પાથરવી અને હત્યારાને કેવી રીતે પકડવો એ અંગે મારી યોજના સમજાવી. સેનાપતિએ મારી વાતો ખૂબ ધ્યાનથી સાંભળી અને એ પ્રમાણે કાર્ય કરવાની પોતાની તમન્ના બતાવી. જોકે મારા મનમાં સંદેહ તો હતો જ. જે રાજમહેલના જાગ્રત ચોકીદારોને થાપ આપી મારા શયનગૃહમાં પ્રવેશીને ઋષિદત્તાનું મુખ લોહીથી ખરડી જઈ શકે છે.... તે હત્યારો સામાન્ય ન હોઈ શકે. એના માટે કોઈ નગરવાસીના ઘરમાં પ્રવેશી માણસની હત્યા કરવી.... ખૂબ આસાન કામ કહેવાય! છતાં જો ગુપ્તચરો એને પકડી પાડે... તો મોટો ભેદ ખૂલી જાય. મારા મનમાં એ વાતનો તો નિર્ણય થઈ જ ગયો હતો કે જે વ્યક્તિ નગરમાં હત્યા કરે છે તે જ For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ પાંપણે બાંધ્યું પાણિયારું વ્યક્તિ ઋષિદત્તાનું મુખ લોહીથી ખરડે છે! અને આમ કરવાનો આશય ઋષિદત્તાને હત્યારી તરીકે સિદ્ધ કરવાનો હોઈ શકે.... પણ શા માટે? તે હું સમજી શકતો ન હતો. સંધ્યાનાં અંધારાં ધરતી પર ઊતર્યાં અને ગુપ્તચરોની જાળ નગરમાં સર્વત્ર પથરાઈ ગઈ. નગરમાં ભયનું વાતાવરણ તો છવાયેલું હતું જ. નગરવાસીઓ પણ પોતપોતાનાં ઘર બંધ કરીને પોતાની સુરક્ષાનો પ્રબંધ કરતા હતા, મેં રાજમહેલની ચારે બાજુ કડક ચોકી-પહેરો ગોઠવી દીધો. શસ્ત્રસજ્જ સૈનિકોને સતર્ક કરી દીધા હતા. જાણીતા કે અજાણ્યા કોઈ પણ માણસ ઉપર શંકા પડતાં, તેને પકડીને મારી પાસે હાજર કરવાની સૂચના આપી દીધી હતી. નગરમાં અને રાજમહેલમાં વાતાવ૨ણ ગમગીન તો બની જ ગયું હતું. ઋષિદત્તા ઉપર એની અસર થાય, તે સ્વાભાવિક હતું. એના મુખ ઉપર પણ ગંભીરતા અને ઉદાસીનતા આવી જતી હતી. છતાં હું એને નિશ્ચિત અને પ્રસન્ન રાખવા એની સાથે હસીને વાતો કરતો હતો. આજે મેં એની સાથે ઘણી વાતો કરી, એનું મન પ્રફુલ્લિત થયું.... તે નિદ્રાધીન થઈ... હું જાગતો જ રહ્યો. મેં મારી કટા૨ી મારી પાસે જ રાખી હતી. મારા શયનગૃહને ખૂબ ઝીણવટથી તપાસી મેં બારી-બારણાં બંધ કર્યાં અને પલંગમાં જાગતો આડો પડ્યો. મધ્યરાત્રિનો સમય થયો. નીરવ શાંતિ હતી. ચોકીદારોની આલબેલ અને અશ્વોના હણહણાટ.... પક્ષીઓનો ક્યારેક કલરવ.... કે હવામાં અફળાતી વૃક્ષોની ડાળીઓનો અવાજ .... એ સિવાય કંઈ જ સંભળાતું ન હતું. શયનગૃહના રત્નદીપકો ઝાંખો ઝાંખો પ્રકાશ પાથરી રહ્યા હતા. ઋષિદત્તા નિદ્રાધીન હતી. તેના હાથ ક્યારેક ક્યારેક મારી તરફ લંબાતા હતા. તેના મુખ પર પ્રસન્નતા પથરાયેલી હતી.... મને આશ્રમ યાદ આવી ગયો.... રાજર્ષિ યાદ આવી ગયા.... એમણે કરેલી વાતો યાદ આવી ગઈ.... ભૂતકાળની એ સ્મૃતિઓ મને સુખદ સ્પર્શ કરી જતી હતી.... પરંતુ એ સ્મૃતિઓને વાગોળતો હું ક્યારે નિદ્રાધીન થઈ ગયો, એની મને ખબર ન પડી! જ્યારે મારી આંખો ખુલી ત્યારે પ્રભાત થઈ ગયું હતું.... હું સફાળો બેઠો થઈ ગયો.... મેં ઋષિદત્તાને જોઈ.... ‘ઓ....' મને તમ્મર આવી ગયાં.... એ જ દુર્ઘટનાનું પુનરાવર્તન... ઋષિદત્તાનું મુખ લોહીથી ખરડાયેલું અને માંસના ટુકડા એના ઓશીકે! મેં કલ્પના કરી જ લીધી કે નગરમાં જરૂર હત્યા થઈ હશે.... અને મારી કલ્પના સાચી પડી. ઋષિદત્તાનું મુખ ધોઈ નાંખીને, માંસના ટુકડાઓ ખાળમાં નાંખી દઈને હું શયનગૃહમાંથી બહાર નીકળ્યો, ત્યારે નગરમાં થયેલી હત્યાના સમાચાર મને મળી ગયા.... For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ પાંપણે બાંધ્યું પાણિયારું ઋષિદત્તા તો એના નિત્યક્રમ મુજબ માતાની પાસે ચાલી ગઈ. હું પિતાજી પાસે પહોંચ્યો. પિતાજી ખૂબ જ વ્યગ્ર હતા. આજે રાત્રે એક કુમળા બાળકની હત્યા થઈ હતી. ગુપ્તચરોની જાળ ભેદાઈ હતી. હત્યારો પકડાયો તો નહોતો જ, એનો પડછાયો પણ કોઈ જોઈ શક્યું ન હતું. મેં પિતાજીને કહ્યું : ‘આપ નિત્યક્રમથી પરવારો, પછી આપણે પુનર્વિચાર કરીએ.’ પિતાજી બોલ્યા : હવે તો મારે પોતે જ એ હત્યારાને પકડવા બહાર નીકળવું પડશે. નિર્દોષ પ્રજાજનોની હત્યાથી મારું હૃદય રડી રહ્યું છે.... પિતાજીની આંખો ભીની થઈ ગઈ હતી, પ્રજા પ્રત્યે અપાર વાત્સલ્ય ધરાવતા પિતાજી ખૂબ વિહ્વળ બની ગયા હતા. મેં તેઓને આગ્રહ કરીને સ્નાનાદિ અને દુગ્ધપાન કરાવ્યું. માતાના મુખ ઉપર પણ ભારોભાર ઉદાસીનતા હતી. ત્રણ ત્રણ હત્યાઓથી સહુનાં મન ઉદ્વેગથી ભરાઈ જાય તે સ્વાભાવિક હતું. દુગ્ધપાન કરીને પિતાજીની સાથે હું મંત્રણાગૃહમાં ગયો. મહામંત્રી અને સેનાપતિ પણ આવી ગયા હતા. ગુપ્તચરોના નાયક પણ હાજ૨ હતા. સહુની મુખાકૃતિ એવી મ્લાન હતી કે કોઈ કોઈની સામે જોઈ શકતું ન હતું. મેં વાર્તાનો પ્રારંભ કર્યો. , મહામંત્રી! આમ નિરાશ થયે નહીં ચાલે. આપ તો પીઢ અનુભવી છો. આપ આ મૂંઝવણમાં માર્ગદર્શન આપો.’ વયોવૃદ્ધ મહામંત્રીએ મારી સામે જોયું અને પછી પિતાજી સામે જોઈ તેઓ બોલ્યા : ‘આ હત્યાઓ કરનાર કોઈ માનવી તત્ત્વ મને નથી લાગતું.’ ‘તો પછી?' હું બોલી ઊઠ્યો. ‘કોઈ આસુરી તત્ત્વ લાગે છે.' મહામંત્રીએ મારી સામે જાણે ત્રાટક કર્યું. ‘પ્રયોજન?' મેં પૂછ્યું. ‘પોતાની કોઈ દુષ્ટ વાસના સંતોષવા અસુરો આવી હત્યા કરતા હોય છે.' ‘નિર્દોષ મનુષ્યોની હત્યા?’ For Private And Personal Use Only ‘હા! વાસનાગ્રસ્ત જીવ સર્દોષ-નિર્દોષનો વિવેક નથી કરી શકતો.' ‘પરંતુ આપ શાના આધારે આ અનુમાન કરો છો?' ‘ગુપ્તચરોએ આપેલી માહિતીના આધારે..... ‘એટલે?’ ‘જો કોઈ માનવી હત્યારો હોત તો આપણા ગુપ્તચરો એને પકડી પાડત જ. Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર પાંપણે બાંધ્યું પાણિયારું તેઓ નથી પકડી શક્યા, એનો અર્થ એ છે કે હત્યારો માનવી નથી! કોઈ અસર છે” ‘જો આસુરી તત્ત્વ હોય તો આપણે શું કરી શકીએ?' આપણે કંઈ ન કરી શકીએ. આસુરી તત્ત્વનો સામનો દૈવી તત્ત્વ જ કરી શકે.” એ દેવી તત્ત્વ ક્યાંથી લાવવું? એ પણ મળી શકે છે!” “ક્યાંથી?' “આ જ દુનિયામાંથી!' મહામંત્રી એમની લાંબી સફેદ દાઢી પર બે હાથ ફેરવતાં બોલ્યા. તેમની આંખોમાં ચમક હતી. મહામંત્રીની વાત સાંભળીને મારા મનમાં ખૂબ પ્રબળ જિજ્ઞાસા જાગી હતી....! ઊંડે ઊંડે મારું મન મહામંત્રીની વાત કબૂલતું જતું હતું. મારા શયનગૃહમાં બનતી દુર્ઘટનાનું આ વાતમાં મને કારણ જડતું હતું. આસુરી તત્ત્વ મારા શયનગૃહનાં બારી-બારણાં બંધ હોય તે છતાંય પ્રવેશી શકે! ઋષિદત્તા પ્રત્યે કોઈ આસુરી તત્ત્વને દુશ્મનાવટ હોય... કોઈ પૂર્વજન્મની વૈરભાવના હોય... અને ઋષિદત્તાને રંજાડતું હોય.... આવું બની શકે...! મહામંત્રીએ પોતાનું વક્તવ્ય આગળ ચલાવ્યું. “રાજ કુમાર! મેં મારા જીવનમાં આસુરી બળો સામે દૈવી બળોને લડતાં જોયાં છે અને વિજય પામતાં જોયાં છે! અલબત્ત, આસુરી શક્તિ મનુષ્યોનું નુકસાન કરી જતી હોય છે.... ત્રણ ત્રણ હત્યાઓ એનું જ પરિણામ મને લાગે છે. જો માનવીનું આ કામ હોત તો ગઈ રાત્રિમાં એ પકડાઈ જ જાત! આખી રાત મેં નગરમાં ફરીને આપણા ગુપ્તચરની કાર્યવાહી તપાસી છે....' પિતાજીએ મારી સામે જોયું.. જાણે તેઓ મને ઉપાલંભ આપતા હતા કે મહેલમાં આરામ કરવાથી પ્રજાનું રક્ષણ ન કરી શકાય.” મેં મહામંત્રીને પૂછ્યું : “શું આસુરી બળ કોઈ મનુષ્યમાં આવતું હશે અને એ મનુષ્ય હત્યા કરતો હશે? કે સ્વયં આસુરી શક્તિ આમ કરતી હશે? બંને સંભાવનાઓ છે. આસુરી બળ કોઈ મનુષ્યમાં સંક્રમે અને એ મનુષ્ય હત્યા કરતો હોય અથવા સીધી જ આસુરી શક્તિ કામ કરતી હોય.' “જો મનુષ્યમાં આસુરી શક્તિ અવતરતી હોય અને એ મનુષ્ય હત્યા કરતો હોય તો આપણા દષ્ટિપથમાં ન આવી શકે?” ન આવી શકે. એવી શક્તિઓ હોય છે કે એના સહારે મનુષ્ય અદશ્ય બનીને કામ કરી શકે! આપણે એને ન જોઈ શકીએ!” For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ પાંપણે બાંધ્યું પાણિયારું એટલે આપ એમ કહેવા માગો છો કે એવી કોઈ આસુરી શક્તિના સહારે કોઈ વ્યક્તિ અદશ્ય બનીને આ હત્યાઓ કરી રહ્યું છે?” હા, મારું આ અનુમાન છે.' મહામંત્રીએ દૃઢતાપૂર્વક જવાબ આપ્યો. મારા મનની ગૂંચ ઊકલતી જતી હતી. મારા શયનગૃહની ઘટનાનું સમાધાન થતું હતું. મેં મહામંત્રીને પૂછયું : “તો આનો ઉપાય શું?' આનો ઉપાય આપણી પાસે નથી, રાજકુમાર! એ ઉપાય હોય છે એવા યોગી પુરુષો, સાધુ-સંન્યાસીઓ પાસે! તેઓ આવી શક્તિના ઉપાસક હોય છે. મંત્રસિદ્ધિઓ એમની પાસે હોય છે.” એવા યોગીપુરુષો ક્યાં મળે? આપણા નગરમાંથી પણ મળી આવે!” એમ? મને ખૂબ આશ્ચર્ય થયું. “હા જી, આપણા રાજ્યમાં સાધુ-સંન્યાસીઓની અને યોગી પુરુષોની પ્રજા સેવા-ભક્તિ કરે છે, એટલે તેઓ આપણા રાજ્યમાં મળી શકે!' મેં પિતાજીની સામે જોયું. પિતાજી પણ મહામંત્રીની વાત રસપૂર્વક સાંભળતા હતા. તેઓએ મને કહ્યું : કુમાર, મહામંત્રી જે સંભાવના બતાવે છે તે શક્ય છે. આ સંસારમાં આવી ઘટનાઓ બનતી મેં પણ જોઈ છે. એવા શક્તિના ઉપાસક યોગી પુરુષો મોક્ષમાર્ગના આરાધક હોય છે, તેઓ આવાં કામોમાં પડતા નથી.' એટલે યોગી પુરુષો બે પ્રકારના હોય છે?' “હા, જેઓ એક માત્ર આત્મસ્વરૂપને પામવા, આત્મરમણતામાં રહે છે, તેઓ જિનેશ્વર દેવના શુદ્ધ મોક્ષમાર્ગને અનુસરે છે. તેઓ દૈવી શક્તિઓ કે દૈવી ચમત્કારોની પાછળ સમય ખર્ચતા નથી. જેઓ શક્તિમાર્ગના ઉપાસક હોય છે, તેઓ એવી શક્તિ ધરાવતા હોય છે તેમ જ આસુરી શક્તિ પણ ધરાવતા હોય છે!' તો પછી, પિતાજી! એવા શક્તિમાર્ગના ઉપાસક યોગી પુરુષની શોધ કરાવીએ અને અહીં બોલાવીએ, જો આ ઉપદ્રવ આસુરી શક્તિનો હશે તો તેઓ દૂર કરી શકશે! તેમની શક્તિનું પણ માપ નીકળી જશે!' પિતાજીએ મહામંત્રીને તેવા યોગી પુરુષોની શોધ કરાવવાની આજ્ઞા કરી અને અમે સહુ વીખરાયા... For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ શું આખા નગરમાં ઢંઢેરો પિટાવી દેવામાં આવ્યો. નગરમાં રહેલા તમામ યોગી, સાધુ, સંન્યાસી... બાવાઓને રાજસભામાં બોલાવવામાં આવ્યા. માત્ર મોક્ષમાર્ગના આરાધક શ્રમણોને બોલાવવામાં ન આવ્યા. લગભગ સો જેટલા યોગી-સંન્યાસી વગેરે આવ્યા. સહુને યોગ્ય આસને બેસાડવામાં આવ્યા. પિતાજીએ એ સહુને ઉદ્દેશીને કહ્યું : “તમે સહુ જાણતા હશો કે આપણા નગરમાં ત્રણ દિવસથી રોજ એક માણસની હત્યા થાય છે. એ હત્યા કરનારને પકડવા મારા સૈનિકોએ અને ગુપ્તચરોએ થાય એટલા પ્રયત્નો કર્યા, પરંતુ હત્યારો પકડાયો નથી. અમને એમ લાગે છે કે આ કોઈ માનવીનું કૃત્ય નથી, કોઈ આસુરી શક્તિ આ કુકૃત્ય કરી રહી છે કે કરાવી રહી છે. એ આસુરી શક્તિ પર દેવી શક્તિ વિજય મેળવી શકે. તમે સહુ યોગી-સંન્યાસીઓ આસુરી અને દૈવી શક્તિના ઉપાસક છો, તો તમે આ ઉપદ્રવને દૂર કરી આપો.' આટલું કહીને પિતાજીએ મહામંત્રીની સામે જોયું. મહામંત્રીએ યોગીઓને કહ્યું: ‘તમારી દેવી શક્તિનો મહારાજાને પરચો દેખાડવાનો આ અવસર છે. વળી પ્રજાજનોની હત્યા રોકવાનું આ પવિત્ર કાર્ય છે. માટે જેની પાસે દેવી શક્તિ હોય તેઓ આગળ આવીને જાહેર કરે અને કાર્યનો પ્રારંભ કરે.' રાજસભામાં સન્નાટો છવાઈ ગયો. દરેક યોગી-બાવા એકબીજાનાં મોઢાં જોવા લાગ્યા. મંત્ર-તંત્રની વાતો કરીને, દૈવી શક્તિની વાતો કરીને પ્રજાજનોને છેતરનારાઓના મોતિયા મરી ગયા! પિતાજી અકળાયા. તેઓ બોલ્યા : કેમ તમે બધા ચૂપ છો? તમારામાં કોઈ એક એવો યોગી નથી કે જે સાચેસાચ દૈવી શક્તિ ધરાવતો હોય? તો પછી તમે મારા રાજ્યમાં શા માટે પડ્યા રહ્યા છો? માત્ર ખાવા-પીવા અને ઊંઘવા માટે? જો તમે મારું આ કાર્ય નહીં કરો તો તમને બધાને મારા રાજ્યમાંથી કાઢી મૂકીશ.” સહુ જોગી-સંન્યાસીઓનાં મુખ પ્લાન થઈ ગયાં હતાં. તેઓ કોઈ જ જવાબ આપી શકવા શક્તિમાન ન હતા. પિતાજીનો ગુસ્સો વધતો જતો હતો. તેમણે મહામંત્રીને કહ્યું : આ બધાને મારા રાજ્યમાંથી કાઢી મૂકો.' મહામંત્રીએ પિતાજીની આજ્ઞાનું For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું પપ પાલન કર્યું. જેવા બધા જોગી-સંન્યાસી રાજ્યસભામાંથી બહાર નીકળ્યા, એક સંન્યાસિનીએ રાજસભામાં પ્રવેશ કર્યો. પિતાજીને આશીર્વાદ આપી તેણે કહ્યું : હે રાજન, આપે જે કામ માટે યોગી-સંન્યાસીઓને બોલાવ્યા હતા, એ કામ માટે હું આવી છું. નગરમાં જે ત્રણ દિવસથી રોજ એક માણસની હત્યા થાય છે તે હત્યા કરનારની મને જાણ થઈ છે....' પિતાજી સિહાસન ઉપરથી ઊભા થઈ ગયા. બે હાથ જોડી એમણે એ સંન્યાસિનીનું અભિવાદન કર્યું અને કહ્યું : ‘તમે જલદી બતાવો. કોણ છે એ હત્યારો? અને તમે કેવી રીતે જાણ્યું?” યોગિનીએ આંખો બંધ કરી એ બોલવા માંડ્યું : “મહારાજ, આજે રાત્રે મેં એક સ્વપ્ન જોયું. સ્વપ્નમાં કોઈ દેવ મારી પાસે આવ્યો અને એણે મને કહ્યું : “આવતી કાલે રાજા નગરના તમામ સાધુસંન્યાસીઓને બોલાવીને એમને નગરમાં થતી હત્યાઓના વિષયમાં પૂછશે. એનો જવાબ કોઈ આપી નહીં શકે અને રાજા એ બધાંને રાજ્યમાંથી કાઢી મૂકશે... માટે તારે જઈને રાજાને કહેવાનું કે રોજ એક માણસની હત્યા કરનાર વ્યક્તિ રાજમહેલની છે.... અને તે છે રાજકુમારની પત્ની... કે જેને વનમાંથી રાજ કુમાર લઈ આવ્યા છે... તે ખરેખર રાક્ષસી છે. માટે તમે આ બધા સાધુ-સંન્યાસીઓનો પરાભવ ન કરો.” પિતાજી ચોંકી ઊઠ્યા.... તેમણે મારી સામે જોયું... રોષથી મારું શરીર ધ્રૂજી રહ્યું હતું.... મારો હાથ મારી કમરે લટકતી તલવાર પર ગયો હતો.... ત્યાં વળી યોગિનીએ કહ્યું : મહારાજા, મારે બીજી એક વાત કહેવી છે, પણ તે આપને જ કહેવાની છે...' પિતાજીએ મારી સામે જોયું. હું ઊભો થઈ રાજસભાની બહાર નીકળી ગયો. મારી પાછળ મહામંત્રી વગેરે બધા જ બહાર નીકળી ગયા. મારું મન અત્યંત ઉદ્વિગ્ન થઈ ગયું હતું. હું ત્યાંથી સીધો જ રાજમહેલમાં ચાલ્યો ગયો. મારે તત્કાલ ઋષિદત્તાને મળવું હતું અને રાજસભામાં સંન્યાસિનીએ કરેલી વાતની જાણ કરવી હતી. ઋષિદરા શયનગૃહમાં મારી જ રાહ જોઈને બેઠી હતી. હું જઈને પલંગમાં ફસડાઈ પડ્યો. ઋષિદત્તા ગભરાઈ ગઈ. તેણે મારા મસ્તક પર હાથ મૂકી પૂછ્યું : “નાથ, આજે આટલા બધા ઉદ્વિગ્ન કેમ છો?'હું એને શું કહ્યું? આંખો બંધ કરીને હું બોલ્યા વિના પડ્યો રહ્યો. For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩. પાંપણે બાંધ્યું પાણિયારું ઋષિદત્તાએ મને બોલવા માટે આગ્રહ તો કર્યો, પરંતુ વધુ આગ્રહ ન કર્યો. તેની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. તે ઘોર વિષાદમાં ડૂબી ગઈ. મેં એની સામે જોયું. મારા ઉત્તરીય વસ્ત્રથી એની આંખો લૂછી અને કહ્યું : 28ષિ, તેં કહેલો કર્મ સિદ્ધાંત મને સાચો લાગે છે...' એણે મારી સામે જોયું, તે કાંઈ બોલી નહીં. આજે મને સમજાય છે કે મનુષ્યને સારાં કે નરસાં કર્મોનું ફળ ભોગવવું પડે છે. ભલે મનુષ્ય દુઃખોથી બચવા માટે પ્રયત્નો કરે, પરંતુ જો એનાં પાપકર્મો ઉદયમાં આવે તો એને દુઃખ ભોગવવું જ પડે!” હું બોલતો હતો, ઋષિદત્તા સાંભળતી હતી, પરંતુ એને મારા આ તત્ત્વજ્ઞાનમાં અત્યારે રસ નહોતો. એ રાજસભાની ઘટના સાંભળવા આતુર હશે, એમ મને લાગ્યું. હું એને રાજસભાની ઘટના કેવી રીતે કહું? મને મૂંઝવણ થતી હતી. છતાં એની જિજ્ઞાસા સંતોષવા મેં કહ્યું : આજે રાજસભામાં સો જેટલા બાવા-જોગી-સંન્યાસી આવેલા. નગરમાં રોજ થતી હત્યા અંગે પૂછવામાં આવ્યું. તેઓએ એ વાત તો કબૂલી કે આ કામ માનવીનું નથી... કોઈ આસુરી શક્તિનું છે! પણ એનું નિવારણ કરવાનો ઉપાય તેઓ બતાવી ન શક્યા.... પિતાજી ગુસ્સે ભરાયા અને એ સહુને રાજ્યમાંથી કાઢી મૂકવાની આજ્ઞા કરી...” ઋષિદત્તા મારી નજીક સરકી આવીને આતુરતાપૂર્વક વાત સાંભળતી હતી. મારા મનમાં પણ ગઈ કાલથી આ જ આશંકા હતી. આવું કામ... આ રીતે કોઈ માનવી ન કરી શકે... હજુ હત્યા તો કરી શકે... પરંતુ મારા શયનગૃહમાં કેવી રીતે આવી શકે? પરંતુ આવું હીન કૃત્ય કરનાર ખૂબ પાવરધો લાગે છે. એનું લક્ષ્ય નાગરિકોની હિંસા કરવાનું નથી, એનું લક્ષ્ય તું છે! તને કલંકિત કરવાનું છે.... તને દુઃખી કરવાનું છે....' ઋષિદત્તાનું શરીર ધ્રૂજી રહ્યું હતું. મેં એની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું : ‘ઋષિ, તું ચિંતા ન કરીશ.... હું મારાથી બનતા તમામ પ્રયત્નો કરીને એ માયાવી શક્તિનો પ્રતિકાર કરીશ. રાજસભામાં આવેલી એક સંન્યાસિનીએ એને આવેલા સ્વપ્નની વાત કરતાં. આ હત્યા કરવાનું કલંક તારા ઉપર મૂક્યું છે. પરંતુ પિતાજી એના સ્વપ્નની વાત સીધેસીધી માની લે એમ નથી. કોઈ પણ માણસ આ વાત માની શકે એમ નથી. મને તો એ જ વખતે એવો ગુસ્સો આવેલો કે તલવારથી ત્યાં જ સંન્યાસિનીને યમલોકમાં પહોંચાડી દઉં... પરંતુ પિતાજીની મર્યાદાએ મને રોક્યો....' For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૭ પાંપણે બાંધ્યું પાણિયારું ઋષિદત્તા ટગરટગર મારી સામે જોઈ રહી હતી. અલબત્ત એને મારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો. હું એનો ગમે તેવા વિકટ સંયોગોમાં પણ ત્યાગ નહીં કરું, એવી એને ખાતરી હતી. એણે ગદ્ગદ્ સ્વરે મને કહ્યું : પૂર્વજન્મમાં બાંધેલું કોઈ પાપકર્મ ઉદયમાં આવ્યું છે. આપ શું કરો? આપ મારા દુઃખે દુઃખી ન થશો.. હું મારું પાપકર્મ ભોગવીશ...' બોલતાં બોલતાં તે રડી પડી. મેં એને ખૂબ સાત્ત્વના આપી. એણે બે હાથે પોતાનું મુખ દબાવીને કહ્યું : આજે હું માતા પાસે નહીં જાઉં..” ભલે, આજે આપણે અહીં જ ભોજન કરીશું.' પરંતુ ત્યાં તો માતા સ્વયં મારા ખંડમાં પ્રવેશી. હું અને ઋષિદના બંને ઊભાં થઈ ગયાં. માતાએ આવીને ઋષિદત્તાને પોતાના ઉત્સંગમાં લીધી. એના મસ્તકે હાથ મૂકીને ધીમે ધીમે પંપાળવા લાગી. માતાના મુખ પર ગ્લાનિ અને ચિંતાની રેખાઓ ઊપસી આવી હતી. હું પશ્ચિમ દિશાની બારીએ ઊભો ઊભો નગર તરફ જોઈ રહ્યો હતો. મારું મન અસ્વસ્થ હતું. પિતાજી મને બોલાવશે અને ઋષિદત્તા અંગેના પ્રશનો પૂછશે, એવી મારી ધારણા હતી. પિતાજી કેવા કેવા પ્રશ્નો પૂછશે અને એના જવાબો હું કેવા આપીશ, એના વિચારો પણ મારા મનમાં ઊભરાવા લાગ્યા હતા. પેલી યોગિનીએ પિતાજીને એકાંતમાં શું વાત કરી હશે - એ અંગે મારું મન અનેક અનુમાનો કરતું હતું. જે યોગિનીએ ઋષિદત્તાને “રાક્ષસી' બતાવી, નગરજનોની હત્યાની જવાબદાર બતાવી, તે યોગિનીએ મારા શયનગૃહમાં બનતી ઘટના પણ પિતાજીને કેમ ન કહી હોય? શું આ યોગિનીનું આ પયંત્ર હશે? પરંતુ એ શા માટે ઋષિદત્તા પ્રત્યે દ્વેષ રાખે? મને કંઈ સમજાતું ન હતું.... હું મારા શયનગૃહમાં નિષ્પયોજન આંટા મારવા લાગ્યો. રાજસભામાં યોગિનીએ જે વાત કરી હતી, તે વાત મારી માતા પાસે પહોંચી ગઈ હતી અને એટલે જ મારી મા મારા ખંડમાં દોડી આવી હતી. એના હૃદયમાં ઋષિદત્તા પ્રત્યે અપાર વાત્સલ્ય હતું. “ઋષિદરા અને રાક્ષસી?” આ વાત કોઈ પણ નગરવાસીના મનમાં કે કોઈ પણ રાજપુરુષના મનમાં ઊતરે એવી ન હતી, પછી માતાના મનમાં ઊતરવાનો પ્રશ્ન જ ક્યાં રહે? માતાએ અમારા બંને માટે સાંજનું ભોજન મારા ખંડમાં જ મંગાવી લીધું હતું. મારી કે ઋષિદરાની ભોજન કરવાની ઇચ્છા જ ન હતી. છતાં માતાના અતિ આગ્રહથી અમે થોડુંક ખાઈ લીધું. અમે માતાને વિદાય કરી. માતાની આંખો આંસુભીની હતી. For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૮ પાંપણે બાંધ્યું પાણિયારું માતાના ગયા પછી થોડી જ ક્ષણોમાં મને તેડું આવ્યું. ઋષિદત્તાને શયનખંડમાં નિશ્ચિત બનીને રહેવાનું કહી હું પિતાજીની પાસે પહોંચ્યો. પિતાજી પલંગમાં આંખો બંધ કરીને સૂતેલા હતા. હું એમની પાસે પડેલા એક ભદ્રાસન પર શાંતિથી બેઠો. થોડી વારે પિતાજીએ આંખો ખોલી મારી સામે જોયું. તેઓ ધીમા સ્વરે બોલ્યા : કનકરથ, આજે મારી તબિયત સારી નથી.” રાજવૈદ્યને બોલાવું, પિતાજી?” ના, હમણાં બોલાવવાની જરૂર નથી. જરૂર પડે ત્યારે બોલાવીશું. પણ આજે રાત્રે તું મારી પાસે સૂઈ જજે. કદાચ રાત્રે તબિયત વધુ બગડે તો?' મને પેટમાં ધ્રાસકો પડ્યો....પિતાજીને ફરીથી કહ્યું : પિતાજી, એવું લાગતું હોય તો અત્યારે વૈદરાજને બોલાવી લાવું. અત્યારે દવા લઈ લો તો રાત્રે તબિયત બગડવાનો ભય ન રહે.” “ભલે, અત્યારે વૈદરાજને બોલાવી લાવ, પરંતુ આજે રાત્રે તારે મારી પાસે સૂઈ જવાનું છે. મને મારી તબિયત ચિંતા કરાવે છે....” હું મૌન રહ્યો અને વૈદરાજને બોલાવી લાવવા નોકરને રવાના કર્યો. મારા મનમાં ભારે ગડમથલ ચાલુ થઈ ગઈ હતી. “પિતાજી મને એમની પાસે સૂવાનું કહે છે, એનું કારણ એમની અસ્વસ્થ તબિયત નથી, પરંતુ ઋષિદના છે.' આ વાત સમજતાં મને વાર ન લાગી. પિતાજીનું સ્વાથ્ય ઘણી વાર બગડેલું છે, પરંતુ ક્યારેય મને એમની પાસે સુવાક્યો નથી... માતા જ બધી સેવા કરતી હતી. જો હું પિતાજીની પાસે અહીં સુઈ જાઉં તો વહેલી સવારે ઋષિદત્તાનું લોહીથી ખરડાયેલું મુખ... માંસના ટુકડા... આ બધું કોણ સાફ કરશે? અને એ તો સ્વયે વહેલી જાગી શકતી નથી.... કોઈ પરિચારિકાની નજરે જો આ બધું ચઢી ગયું તો?' આ કલ્પનાથી હું ધ્રૂજી ઊઠ્યો. જો લોહીથી ખરડાયેલા મુખવાળી ઋષિદત્તાને કોઈ જોઈ લે તો એ “રાક્ષસી' છે, આ આરોપ સિદ્ધ થઈ જાય... એનું કેવું ભયંકર પરિણામ આવે?... મારું માથું ભમવા માંડ્યું. માથામાં ચસકા ઊપડ્યાં.... હું ઊભો થઈને ઝરૂખામાં ગયો. અંધારું થઈ ગયું હતું. નગરમાં દીપકો સળગી ગયા હતા. વૈદરાજે આવીને પિતાજીને તપાસ્યા અને દવા આપીને “સવારે સારું થઈ જશે.' એમ કહીને ચાલ્યા ગયા. મારું મન પોકારી ઊહ્યું : “સવારે મારું બધું બગડી જશે...... મારા મુખમાંથી નિસાસો નીકળી પડ્યો. ક્ષણભર મને વિચાર આવી ગયો. “પિતાજીને કહી દઉં કે હું આપની પાસે For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્ય પાણિયારું નહીં સૂઈ શકું. ઋષિદતા એકલી નહીં સૂઈ શકે...' પરંતુ એનો જવાબ તો પિતાજી આપી દે : “તારી માતા સાથે એ સૂઈ જશે....તો પછી હું શું કહું? પિતાજી તો કાંઈ બોલતા જ ન હતા. તેઓ આંખો બંધ કરીને સૂઈ રહ્યા હતા. મેં ઋષિદત્તાને કહી આવવાનો વિચાર કર્યો. એ સાવધાન રહે.... વહેલી ઊઠીને એની જાતે મુખ ધોઈ નાંખે અને માંસના ટુકડા ખાળમાં નાંખી દે.... હું ધીમેથી પિતાજીના ખંડમાંથી બહાર નીકળ્યો.... ત્યાં પિતાજીનો અવાજ આવ્યો : “કનકરથ, જલદી પાછો આવી જજે.” સારું, પિતાજી', કહીને હું મારા શયનખંડમાં પહોંચી ગયો. ઋષિદત્તા ઝરૂખામાં ઊભી ઊભી દૂર દૂર આકાશ તરફ જોઈ રહી હતી. એના મનમાં કેવા કેવા વિચાર આવતા હશે.. “હું વનવગડાનું પંખી.... અને જ્યાં આ સોનાના પિંજરામાં લોભાણું...શું એને અનંત આકાશમાં ઊડી જવાના વિચારો આવતા હશે? શું એને અત્યારે એના વાત્સલ્યભર્યા પિતાજી યાદ આવતા હશે? એ આશ્રમ.... એ જિનાલય.... એ વન્ય પશુઓ..... એ મુક્ત જીવન... આ બધું અત્યારે એને બોલાવતું હશે? આવી જા ઋષિ, અહીં.... તારા માટે તો આ જ મહેલ છે. આ જ સ્વર્ગ છે... એ રાજમહેલનાં સુખ તારા કામમાં નહીં. એ બધી ઇન્દ્રજાળ છે... માયાજાળ છે....' હું એની પાછળ જઈને ઊભો રહ્યો. મારા મુખમાંથી “આહુ” નીકળી ગઈ.... અને એણે ચોંકીને પાછળ જોયું.... એ મને વળગી પડી....મેં એનું માથું પંપાળ્યું... ઋષિ, આજે મારે પિતાજીની પાસે સૂવાનું છે. તારે એકલીએ આજે આ શયનગૃહમાં સૂવાનું છે.... બીજો કોઈ ભય નથી.. બસ, તું સાવધાન રહેજે. સવારે વહેલી ઊઠીને તું સ્વયં તારું મુખ ધોઈ નાંખજે..... અને પેલા ટુકડા ખાળમાં નાંખી દેજે... આમાં જરાય ગફલત કરીશ નહીં.” આપ કેમ પિતાજી પાસે આજે....' “પિતાજીએ આજ્ઞા કરી છે.... ના કેવી રીતે પાડું? ના પાડું તો તેમની શંકા વધુ દૃઢ થાય....' ઋષિદત્તા કાંઈ બોલી નહીં.... પલંગમાં ઊંધી પડીને.... ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી. એની પીઠ પંપાળતો હું થોડોક સમય બેસી રહ્યો.... અને પ્રથમ પ્રહર પૂરો થતાં લડથડતા પગે શયનગૃહની બહાર નીકળ્યો.... For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મક હું હું પિતાજીના શયનખંડમાં સૂઈ ગયો, પરંતુ હું આખી રાત જાગતો જ રહ્યો. મને નિદ્રા કેવી રીતે આવે? સતત મને ઋષિદત્તાની ચિંતા સતાવતી હતી. રાત્રિના છેલ્લા પ્રહરમાં મને ઝોકું આવી ગયું. પ્રભાતે જ્યારે હું જાગ્યો... આકાશ વાદળછાયું હતું. વાતાવરણ વિષાદભર્યું હતું. હજુ હું પિતાજીના શયનખંડમાં જ હતી ત્યાં બે નગરરક્ષકોએ આવીને પિતાજીને સમાચાર આપ્યા : મહારાજા, આજે રાત્રે પણ એક પુરુષની હત્યા થઈ ગઈ છે....' પિતાજીના મુખ પર રોષ અને ઉદ્વેગ ઊભરાયો. તેઓ કંઈ બોલ્યા નહીં. નગરરક્ષકો પ્રણામ કરી ચાલ્યા ગયા. થોડી ક્ષણો વીતી અને બે ગુપ્તચરોએ આવીને પિતાજીને નમન કર્યું અને કહ્યું: “મહારાજા, અમે રાજકુમારના શયનખંડમાં રાત્રિના છેલ્લા પ્રહરમાં અવલોકન કર્યું. આપની સૂચના મુજબ ખૂબ કાળજીથી યુવરાજ્ઞીનું મુખ જોયું.... તે લોહીથી ખરડાયેલું હતું અને ઓશીકા પાસે માંસના ટુકડા પણ પડેલા હતા... અમે નજરે જોઈને આવ્યા છીએ.” હું તો ગુપ્તચરોની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયો. મારી આશંકા સાચી પડી હતી... પિતાજીની પ્રતિક્રિયા અંગે પણ મારી કલ્પના સાચી પડવાની મારી ધારણા બંધાઈ ગઈ. પિતાજીએ મારી સામે જોયું. તેમનું શરીર રોષથી ધ્રુજી રહ્યું હતું. તેમની આંખોમાંથી ક્રોધના અંગારા વરસતા હતા... તેઓએ મને કહ્યું : તેં મારા કુળને કલંકિત કર્યું છે... તું જાણે છે કે ઋષિદના રાક્ષસી છે.... છતાં એ વાત તું મને નથી કહેતો. રોજ નગરમાં નગરવાસીની હત્યા થાય છે.... રોજ એ રાક્ષસી મારા પ્રજાજનનું લોહી પીએ છે.... માંસ ખાય છે.... છતાં તું એને પાળે છે, પોષે છે..... પ્રેમ કરે છે. રોજ એનું મુખ લોહીથી ખરડાયેલું તું જુએ છે કે નહીં? બોલ, સાચું બોલ...' | પિતાજી એટલા બધા જોશથી અને રોષથી બોલતા હતા કે બોલતાં બોલતાં હાંફી રહ્યા હતા.... તેઓ એમના પલંગ પર બેઠા હતા, હું મારા પલંગ પર બેઠો હતો. મેં ખૂબ નમ્રતાથી કહ્યું : For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ પાંપણે બાંધ્યું પાણિયારું “મને આ કોઈ ભયંકર જયંત્ર લાગે છે. ઋષિદત્તાને કલંકિત કરવા આ બધું થઈ રહ્યું છે. હું નથી માનતો કે એ રાક્ષસી હોય.' તો પછી એનું મુખ લોહીથી કેવી રીતે ખરડાય? માંસના ટુકડા ક્યાંથી આવે છે? નગરમાં હત્યાઓ કોણ કરે છે?' પિતાજી ઊછળી પડ્યા. એ હું નથી જાણતો, પિતાજી! એ રહસ્ય હજુ છતું થતું નથી. ઋષિદત્તાને હું એના આશ્રમમાં હતો ત્યારથી જોતો આવ્યો છું. તે એક રાજર્ષિની પુત્રી છે. એ રાક્ષસી ન હોઈ શકે.” મેં ખૂબ મક્કમતાથી ઋષિદનાનો બચાવ કર્યો. પિતાજી ઉપર એની કોઈ અસર ન થઈ. તેઓ વધુ ક્રોધે ભરાયા. “તું એના મોહમાં આંધળો થઈ ગયો છે... આવું પ્રત્યક્ષ પ્રમાણ હોવા છતાં તું નથી માનતો! તું ચાલ્યો જા, મારી સામેથી. હું તારું કાળું મોં જોવા નથી ઇચ્છતો... નીકળી જા અહીંથી....' હું તુર્ત જ ઊભો થઈ શયનગૃહમાંથી બહાર નીકળી ગયો અને સીધો મારા શયનખંડમાં પહોંચી ગયો. ઋષિદત્તા પલંગમાં ઊંધી પડેલી હતી.... હીબકી હીંબકીને રોઈ રહી હતી.. રડી રડીને આંખો સૂજી ગઈ હતી. મેં જઈને એને બોલાવી : “ઋષિ!' મારો અવાજ સાંભળતાં તે સફાળી ઊભી થઈ ગઈ અને મને વળગી પડી. તેનું કરુણ રુદન મારા હૈયામાં કાળો કકળાટ પેદા કરતું હતું. મેં ઋષિદત્તાને કહ્યું : “ઋષિ, ચાલ આપણે આ મહેલ છોડીને ચાલ્યા જઈએ... આપણે આ મહેલમાં, આ રાજ્યમાં નથી રહેવું.” ત્યાં તો પિતાજી સ્વયં મારા શયનખંડમાં આવી પહોંચ્યા અને રાડ પાડી : ક્યાં ચાલ્યા જવું છે તમારે? તારે ક્યાંય જવાનું નથી, એક બાજુ ઊભો રહી જા. છોડી દે આ રાક્ષસીને. એને તો હું આજે જલ્લાદોને સોંપી દઈશ. સ્મશાનમાં એનો વધ થશે....” “તો પછી પિતાજી, તમે સાંભળી લો.... તમારો પુત્ર પણ પ્રાણત્યાગ કરશે.' અને મેં મારી કટારી મ્યાનમાંથી ખેંચી કાઢી..... ત્યાં મારી માતા શયનગૃહમાં દોડી આવી અને મને વળગી પડી. મારા હાથમાંથી એણે કટારી ખેંચી લીધી..... તે હાંફી રહી હતી. પિતાજી સામે જોઈને મા બોલી ઊઠી : આ તમે શું કરી રહ્યા છો? તમે કોને “રાક્ષસી' કહો છો?' For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરે_ પાંપણે બાંધ્યું પાણિયારું ' ‘આ તારી પુત્રવધૂને. બોલ, તારે શું કહેવું છે? રોજ એક નગરવાસીની હત્યા કરી રક્તપાન કરે છે... અને માંસની મહેફિલો ઉડાવે છે..... અને આ તારો લાડકવાયો જાણવા છતાં આ રાક્ષસીને પાળે છે ને પોષે છે...” ભલે એ રાક્ષસી હોય, અમે ચાલ્યા જઈએ છીએ તમારું રાજ્ય છોડીને....' મેં ઋષિદત્તા પાસે જઈ એનો હાથ પકડ્યો.... ત્યાં પિતાજીએ ઋષિદત્તાનો ચોટલો પકડી તેને ઢસરડવા માંડી.... સૈનિકોએ મને પકડી લીધો અને પિતાજીની આજ્ઞાથી મને એક થાંભલા સાથે બાંધી દીધો. મા... બિચારી મા... કરુણ કલ્પાંત કરતી ઋષિદત્તાને છોડાવવા આગળ વધી.. પરંતુ પિતાજીએ ત્રાડ પાડી એને એક ધક્કો દઈ ખૂણામાં ધકેલી દીધી અને ઋષિદત્તાને જલ્લાદોના હવાલે કરી દીધી અને જલ્લાદોને કહ્યું : આ રાક્ષસીને આખા નગરમાં ફેરવજો, નગરમાં જાહેર કરજો કે “આ યુવરાજ્ઞી રાક્ષસી છે..રોજ આણે જ નગરજનોની હત્યા કરી છે....નગરવાસીનાં લોહી પીધાં છે... માંસ ખાધાં છે...' પછી સ્મશાનમાં લઈ જઈ એનો વધ કરી દેજો.” બસ, પિતાજીના આ કઠોર શબ્દો મારા કાને પડ્યા... ને બેહોશ થઈ ગયો હતો, માતા પણ બેભાન પડેલી હતી. બીજું તો કોણ કરુણાવંત હતું અમારા મહેલમાં? બિચારાં દાસ-દાસીઓનું પિતાજીની આગળ શું ચાલે? આંખોમાંથી બોર બોર જેવડાં આંસુ વરસાવતા રહ્યા તે લોકો, અને હૈયાફાટ રુદન કરતી ઋષિદત્તાને ક્રૂર જલ્લાદો રાજમહેલમાંથી ઢસડી ગયા, જ્યારે હું ભાનમાં આવ્યો, ત્યારે મેં મારી જાતને મારા શયનગૃહના પલંગમાં જોઈ. પાસે જ પિતાજી બેઠેલા હતા. દરવાજે સશસ્ત્ર સૈનિકો પહેરો ભરતા હતા. મેં આંખો ખોલી ને બંધ કરી દીધી. મારું આખું શરીર તૂટી રહ્યું હતું.... અને તાવથી ધખી રહ્યું હતું. પિતાજીએ પૂછ્યું : બેટા, પાણી આપું?” મેં માથું ધુણાવીને ના પાડી. મારા હૃદયની ઘોર વેદનાનું હું ક્યા શબ્દોમાં વર્ણન કરું? પિતાજી તરફ ભયંકર અપ્રીતિ જાગી ગઈ હતી.... રાજમહેલનાં સુખો તરફ ઘોર અણગમો થઈ ગયો હતો. ઋષિદત્તાની સ્મૃતિ મને ખૂબ જ અસ્વસ્થ કરી રહી હતી.. For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ‘ઋષિદત્તા, હું તારી પાસે આવું છું..” એમ બૂમ પાડતો હું પલંગમાં ઊભો થઈ ગયો. પિતાજીએ મને પકડી લીધો અને સુવાડી દીધો. ત્રણ દિવસ સુધી મેં ખાધું નહીં કે પાણી પીધું નહીં, ત્યારે પિતાજી ગભરાયા. તેમણે મારી માતાને કહ્યું : તું ગમે તે રીતે કુમારને સમજાવ.” માતાએ પિતાજીને મારા શયનગૃહમાંથી બહાર મોકલી દીધા અને દ્વારરક્ષકોને પણ રવાના કરી દીધા. માતાએ મારા મસ્તકને પોતાના ખોળામાં લીધું. તેની આંખોમાંથી નીતરતી અશ્રુધારાએ મારા મસ્તકને ભીંજવી દીધું. માતા રડી રહી હતી. મેં આંખો ખોલી.. માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મારા શરીરમાં તાવ ભરેલો હતો. મેં મારા ગરમ ગરમ બે હાથથી માતાની આંખો લૂછી. અને ધીમા સ્વરે મેં માતાને કહ્યું : ‘તું રડ નહીં. રડવાથી શું?' “તો બેટા, હવે રડવા સિવાય જીવનમાં રહ્યું છે શું? મારી દેવી જેવી પુત્રવધૂ....” મા વધુ બોલી ન શકી. તેણે પોતાના પાલવથી પોતાનું મુખ ઢાંકી દીધું. મા ઋષિદત્તાને યાદ કરી કરી ઝૂરી રહી હતી. હું ઋષિદત્તાને યાદ કરી કરી સળગી રહ્યો હતો... મારી આંખો પણ રડી રડીને સૂજી ગઈ હતી. એક પ્રહર સુધી મા બેસી રહી. એક અક્ષર પણ બોલી નહીં, છેવટે તેણે કહ્યું : બેટા, શું તું દૂધ કે પાણી નહીં લે?' હવે શા માટે દૂધ લઉં? શા માટે પાણી?” પાસે જ ઊભેલી ઋષિદત્તાની પ્રિય પરિચારિકાએ સહેજ મારા તરફ નમીને મને કહ્યું : મહારાજકુમાર, ત્રણ દિવસથી માતાજીએ પણ અન્નપાણી નથી લીધાં. આપ લેશો તો જ એ લેશે....” અને તેં અન્ન-પાણી લીધાં છે ખરાં?’ માતાએ પરિચારિકાને પૂછ્યું; અને મારી તરફ જોઈને મા બોલી : બેટા, આ વસંતાએ પણ ત્રણ દિવસથી અન્ન-પાણી નથી લીધાં....” રાજમહેલના સર્વ દાસ-દાસીઓમાં ઋષિદત્તાને વસંતા ઉપર સહુથી વધારે લાગણી હતી. વસંતાને પણ ઋષિદત્તા ઉપર અપાર સ્નેહ હતો, આ હું જાણતો હતો. મારાથી બોલી શકાતું ન હતું. છતાં મેં વસંતાને પૂછ્યું : For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૪ પાંપણે બાંધ્યું પાણિયારું ‘વસંતા, ઋષિદત્તાને અહીંથી લઈ ગયા ત્યારે તું સાથે ગઈ હતી?' ‘મહારાજકુમાર, મને સાથે કોણ જવા દે? પરંતુ હું ગઈ હતી.... નગરની બહાર.... ઠેઠ સ્મશાનના દરવાજા સુધી ગઈ હતી....’ ‘એને કેવી રીતે લઈ ગયા હતા એ જલ્લાદો?' મેં બીજો પ્રશ્ન કર્યો. Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘એ વાત હું અત્યારે નહીં કહું. પહેલાં આપ પાણી પીઓ. દવા લો. ભોજન કરો.... પછી બધી જ વાત કરીશ....’ ‘હા, બેટા, તું પાણી પી લે, દવા લે અને તને ભાવે તે ભોજન લે....’ માતાનો પ્રેમાળ હાથ મારા મુખ ઉપર ફરી રહ્યો હતો. માતા મારી વેદના જાણી શકતી હતી. માના હૈયામાં ઋષિદત્તાનું નિર્દોષ વ્યક્તિત્વ જળવાયેલું હતું. ‘મા, એનું શું થયું હશે?' બેટા, એ મહાસતી છે.... એનો ધર્મ એની રક્ષા કરશે જ.' ‘મા, શું એ જીવતી હશે? પેલા યમદૂત જેવા જલ્લાદોએ એનો વધ નહીં કર્યો હોય?' મારી કલ્પનાસૃષ્ટિમાં વિકરાળ આકૃતિવાળા જલ્લાદો ઊપસી આવ્યાં.... ઋષિદત્તાના વાળ પકડી ઢસડી જતાં.... મારા માથાની નસો ખેંચાતી હતી. શરીરમાં ભારે કળતર થતું હતું, મેં પડખું ફેરવ્યું અને માતાના બંને હાથ લઈ મારા મુખ પર ઢાંકી દીધા. માતાએ મને સ્નેહથી કહ્યું : ‘બેટા, થોડું પાણી પી લે....’ મને વસંતાના શબ્દો યાદ આવ્યા : ‘તમે પાણી, દવા.... દૂધ લઈ લો.... પછી હું તમને ઋષિદત્તાની વાત કહીશ....' મેં માતાના હાથે થોડું પાણી પીધું. માતાને ખૂબ સંતોષ થયો. માતાએ વસંતાને સંકેત કર્યો અને વસંતા શયનગૃહમાંથી ચાલી ગઈ. થોડી વારે તે વૈદરાજને તેડીને હાજર થઈ, વૈદરાજને માતાએ આવકાર આપ્યો અને બેસવા ભદ્રાસન આપ્યું. વૈદરાજે બેસીને મારું શરીર તપાસવા માંડયું. શરીર તપાસીને દવા આપી. માતાને કહ્યું : ‘ચિંતા ન કરશો. એક-બે દિવસમાં તાવ ઊતરી જશે. કુમારનું મન પ્રફુલ્લિત રાખજો.' વૈદરાજ ચાલ્યા ગયા. માતાએ મારા માટે દૂધ તૈયાર રાખ્યું હતું. સૂતાં સૂતાં જ મને માતાએ દૂધ પાયું. થોડી વારમાં જ મને નિદ્રા આવી ગઈ.... જ્યારે હું જાગ્યો ત્યારે રાત્રિનો ચોથો પ્રહર ચાલતો હતો.... મારી સ્મૃતિમાં ઋષિદત્તા For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉ૫ પાંપણે બાંધ્યું પાણિયારું આવી ગઈ. છેલ્લા ત્રણ દિવસ રોજ આ સમયે હું એનું લોહીથી ખરડાયેલું મુખ સાફ કરતો હતો... માંસના ટુકડા ખાળમાં નાખી દેતો હતો... અને છેલ્લી સવારનું દૃશ્ય તો કેટલું ભયાનક હતું.? પિતાજીએ એનો ચોટલો પકડીને એની સુકોમળ કાયાને ઢસડી... અહા.. કેવી ક્રૂરતા હતી એ? ગરીબ ગાય જેવી ઋષિદત્તા.. ત્યારે કેવી ભયભીત થઈ ગઈ હતી? તેની આંખો પહોળી થઈ ગઈ હતી...! તેના મુખમાંથી કેવી દારુણ ચીસ નીકળી હતી...! મારા માથામાં ચસકા મારવા લાગ્યા. મારું મન રોષથી ધમધમી ઊઠ્યું. વસંતાએ મને કહ્યું : “મહારાજ કુમાર, ત્રણ દિવસથી આપે સ્નાન કર્યું નથી. ઉષ્ણ જલ તૈયાર છે. આપ સ્નાન કરી લો તો શરીરમાં સ્કૂર્તિ આવી જશે.” હું ધીરેધીરે પલંગ પરથી નીચે ઊતર્યો. સ્નાનાગારમાં જઈને મેં સ્નાન કર્યું, વસ્ત્રપરિવર્તન કર્યું. શરીર કંઈક સ્વસ્થ બન્યું, તાવ ઊતરી ગયો હતો. સૂર્યોદય થઈ ગયો હતો. માતા મારા માટે દૂધ લઈને આવી ગઈ હતી. મારું મન બેચેન હતું. માતાએ ખૂબ આગ્રહ કરીને મને દૂધ આપ્યું. દુગ્ધપાન કરીને મેં વસંતાને કહ્યું : વસંતા, હવે તું મને કહે, એ જલ્લાદોએ ઋષિદત્તાનું શું કર્યું?” વસંતા મારી માતાનાં ચરણોમાં બેસી ગઈ હતી. મારો પ્રશ્ન સાંભળી તેના મુખ ઉપર ગંભીરતા. ઉદાસીનતા છવાઈ ગઈ. થોડી ક્ષણો મૌન રહીને તેણે કહ્યું : “મહારાજ કુમાર, આ સાંભળીને આપ શું કરશો? આપના દિલને ખૂબ આઘાત લાગશે... એ જલ્લાદોએ યુવરાજ્ઞીને દુઃખ આપવામાં કંઈ બાકી રાખ્યું નથી....” ના, મારે સાંભળવું છે.... એ નિર્દોષ અબળાને કેવાં દુઃખ સહેવાં પડ્યાં, તે મારે જાણવું છે.... ક્યારેક કાઈક ભવમાં એ મળી જાય... તો એની હું ક્ષમા માગી શકું ને!” કુમાર, તો તમે સાંભળો. જલ્લાદો યુવરાજ્ઞીને અહીંથી બહાર લઈ ગયા.... એના ગળામાં લીમડાનાં પાંદડાંનો હાર પહેરાવ્યો, એના સમગ્ર શરીર ઉપર કાળા.... લાલ.... એવા રંગ ચોપડ્યા.... એના માથે સાત નાળિયેર બાંધ્યાં... પગમાં ઘૂઘરા બાંધ્યા.... આગળ ઢોલ-ત્રાંસા વગાડનારા માણસોને રાખ્યા.. સતત એના ઉપર કંકુની વૃષ્ટિ કરવા લાગ્યા.... ત્યાર પછી યુવરાજ્ઞીને આખા નગરમાં ફેરવવામાં આવી. નગરજનોમાં હાહાકાર વ્યાપી ગયો. સહુના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા... “અરેરે, મહાસતી ઋષિદત્તાનું આ શું થયું? કોણે આ For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ પાંપણે બાંધ્યું પાણિયારું સન્નારી ઉપર કલંક મૂક્યું?' આવા શબ્દો સ્પષ્ટ સંભળાતા હતા. ઘણી સ્ત્રીઓ તો આ દશ્ય જોઈને રડતી હતી. ઘણા પુરુષો પણ આ બનાવથી ખૂબ નારાજ થયા હતા, પરંતુ સત્તા આગળ કોનું ચાલે? ‘રાજકુમાર, હું તો દૂર દૂર ચાલતી હતી, યુવરાજ્ઞીની મારા ઉપર નજર ના પડી જાય, એની કાળજી રાખીને ચાલતી હતી.... મારી આંખોમાંથી શ્રાવણભાદરવો વરસી રહ્યો હતો.... ત્રણ-ચાર વખત તો ઠોકર ખાઈને હું જમીન પર પડી ગઈ હતી.... જ્યારે સ્મશાન આવ્યું ત્યારે સૂર્ય પણ અસ્ત થઈ ગયો હતો.... જાણે કે યુવરાજ્ઞી પર વરસતા સિતમથી સૂર્ય પણ શરમાઈ ગયો અને અસ્ત થઈ ગયો..... ‘બસ, સ્મશાનમાં યુવરાજ્ઞીને લઈને જલ્લાદો પ્રવેશ્યા, તે પછી સહુ લોકો રોતા-કકળતા પાછા વળ્યા.... હું પણ પાછી વળી ગઈ....’ વસંતાની વાત સાંભળીને મારા હૃદયમાં રોષની આગ ભભૂકી ઊઠી. આંખો આંસુઓથી છલકાઈ ગઈ.... હું પલંગ ઉપરથી ઊભો થયો અને ઝરૂખામાં જઈને ઊભો રહ્યો. માતા પાલવમાં મુખ છુપાવીને રડી રહી હતી. વસંતા માતાને શાંત કરવા પ્રયત્ન કરવા લાગી. મને ચારે બાજુ અને અંતરતમમાં અંધકાર જ દેખાવા લાગ્યો.... ખરેખર હું મૂઢ બની ગયો હતો. For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શોક, ઉદ્વેગ અને આકંદ મારું જીવન બની ગયું. ઋષિદત્તાની સ્મૃતિ સિવાય મારું મન કંઈ જ વિચારી શકતું ન હતું. મારી અશક્તિ, મારી કાયરતા અને મારી નિર્વીર્યતા ઉપર મને ધિક્કાર ઊપજ્યો. સાથે સાથે, પિતાજીએ બતાવેલી ક્રૂરતા, નિર્દયતા અને પાશવતાએ મારા મનને વિદ્રોહી બનાવી દીધું. હું ઋષિદત્તાને બચાવી ન શક્યો, એની રક્ષા ન કરી શક્યો, એનું પારાવાર દુ:ખ હતું. ઋષિદત્તા નિર્દોષ હતી, નિષ્પાપ હતી... નિરપરાધી હતી... એ હું જાણતો હતો... છતાં એની સાથે કોણે આવી ક્રૂર રમત રમી એ હું જાણી શક્યો ન હતો... એના ઉપર લાગેલા કલંકને દૂર કરવા મારી પાસે કોઈ પુરાવો ન હતો, કોઈ બુદ્ધિ ન હતી, કોઈ ઉપાય ન હતો.... એક જ પુરાવો હતો... અને તે મારું હૃદય! પરંતુ મારા હૃદયનો પુરાવો પિતાજીને મંજૂર ન હતો. આ દુનિયામાં હૃદયની સચ્ચાઈને કોણે સન્માની છે? કોણે સ્વીકારી છે? ઋષિદત્તા ભલે પિતાજી માટે પુત્રવધૂ હતી, પરાયા ઘરની કન્યા હતી, પરંતુ હું તો એમનો પુત્ર હતો ને? ઋષિદનાની સચ્ચાઈ ઉપર ભલે એમને વિશ્વાસ ન આવે, પરંતુ પોતાના પુત્ર ઉપર પણ અવિશ્વાસ? પિતાનો પુત્ર ઉપર અવિશ્વાસ! પિતાજીએ માની જ લીધું હતું કે હું ઋષિદત્તાના પ્રેમમાં આંધળો બની ગયો છું અને એટલા માટે હું ઋષિદત્તાના દુષ્પરિત્રને જાણવા છતાં છૂપાવું છું. મને રાજ્યની પ્રજા કરતાં ઋષિદત્તા ઉપર વધુ રાગ છે! આ બધી પિતાજીની ધારણાઓ હતી. જે પિતાજીનો મેં અપરંપાર સ્નેહ મેળવ્યો હતો... જે પિતાજી પ્રત્યે મારા હૃદયમાં અત્યંત આદર હતો, ભક્તિ હતી, બહુમાન હતું.... અને પિતાજી જાણતા હતા આ બધું! પરંતુ મારા પ્રત્યેની એમની શ્રદ્ધા તૂટી ગઈ! કારણ કે દુનિયામાં એક માન્યતા દૃઢ થયેલી છે કે પત્નીના ગાઢ પ્રેમમાં પડેલો પુત્ર પોતાનાં માતા-પિતાનો નથી રહેતો! માતા-પિતા ઇચ્છતા હોય છે કે પુત્ર એની પત્ની કરતાં પોતાનાં માતા-પિતાને વધુ ચાહે! માતા-પિતાની ખાતર પત્નીનો ત્યાગ કરવો પડે તો કરે, પરંતુ પત્નીની ખાતર માતા-પિતાનો ત્યાગ ન કરે! પછી ભલે પત્ની નિર્દોષ હોય અને માતા-પિતા દોષિત હોય! For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮ પાંપણે બાંધ્યું પાણિયારું મારા મનમાં આવા યાહીન આદર્શ પ્રત્યે નફરત જાગી ગઈ. આદર્શ માનવી ખાતર કે માનવી આદર્શ ખાતર? ભલે, મળેલા પુરાવાઓના આધારે પિતાજીએ ઋષિદત્તાને હત્યારી માની લીધી, પરંતુ જો એમને મારા પ્રત્યે સ્નેહ હતો, શ્રદ્ધા હતી તો એમણે મારી વાત સાંભળવી જોઈતી હતી, માનવી જોઈતી હતી પરંતુ પેલી જોગણની વાત સાંભળ્યા પછી એમનો મારા પ્રત્યે સ્નેહ રહ્યો જ ન હતો. જોગણની વાત એમને સાચી લાગી... અને સાચી લાગી જાય એવી એ વાત હતી.... ઋષિદત્તાનું મુખ લોહીથી ખરડાયેલું ગુપ્તચરોએ જોઈ લીધું હતું.... માંસના ટુકડા પણ જોઈ લીધા હતા.... તે છતાં ઋષિદત્તાને નિર્દોષ માનવા એક વિકલ્પ હતો! ઋષિદત્તાનું નિર્દોષ વ્યક્તિત્વ એ એક રાજર્ષિની પુત્રી હતી. પવિત્ર આશ્રમમાં જન્મેલી અને ઊછરેલી હતી. પિતાજી ઋષિદત્તાના પિતાને જાણતા હતા. મને પિતાજીએ વાત પણ કરી હતી. આવી ઋષિકન્યા હત્યારી ન જ હોઈ શકે. જરૂર એની સાથે કોઈ આસુરી તત્ત્વ રમત રમી રહ્યું છે : આમ એની નિર્દોષતા પુરવાર થઈ શકત, પરંતુ તે માટે પિતાજી વિચારવા જ તૈયાર ન હતા. જો કે મને પેલો દિવસ યાદ આવી ગયો... સર્વપ્રથમ મેં જ્યારે ઋષિદત્તાનું મુખ લોહીથી ખરડાયેલું જોઈને અને માંસના ટુકડા એના ઓશીકા પાસે પડેલા જોઈને જે ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું અને ઋષિદત્તાને જે કડવા શબ્દો સંભળાવ્યા હતા. હું ધ્રૂજી ઊઠ્યો.... ઋષિદત્તાની આંખો ત્યારે કેવી આંસુઓથી છલકાઈ ગઈ હતી. એના મુખ ઉપર કેવી કરુણતા છવાઈ ગઈ હતી! અલબત્ત તુર્ત જ મેં મારી ભૂલ સુધારી લીધી હતી. પરંતુ એક વાર ભૂલ તો થઈ જ ગઈ હતી! લગ્ન પછીના થોડા જ મહિનાઓમાં કેવી દુ:ખદ ઘટના બની ગઈ હતી? ન ધારેલી... ન કલ્પેલી એ દુ:ખદાયી ઘટનાએ મારો જ તન-મનને તોડી નાંખ્યાં હતાં એમ ન હતું, મારી માતાની પણ એવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. રાજમહેલના દાસ-દાસીઓની પણ એવી દશા થઈ હતી. કોણ કોને આશ્વાસન આપે? કોઈના મુખ ઉપર આનંદ નહોતો. કોઈ બોલતું ન હતું. કોઈ ખુશી ન હતી. ખામોશી અને વિવશતાનાં ઘનઘોર વાદળો રાજમહેલ ઉપર છવાઈ ગયાં હતાં. નગરમાં પ્રજાજનોની હત્યા થતી બંધ થઈ ગઈ હતી, પરંતુ ઋષિદત્તાની થયેલી ક્રૂર હત્યાની વેદનાથી પ્રજાજનો કારમી વેદના અનુભવતા હતા. એક માત્ર મારા પિતાજી એવા હતા કે જેમને કોઈ દુઃખ કે વેદનાનો અનુભવ ન For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું હતો. હા, મારી કથળતી જતી તબિયતના કારણે કદાચ તેઓ ચિંતાતુર હશે... કારણ કે હું એમનો પુત્ર હતો ને? મને જેમ ભોજન, વસ્ત્ર, આભૂષણ ઉપર કોઈ રાગ ન રહ્યો, તેમ સંસારની કોઈ વ્યક્તિ પ્રત્યે પણ પ્રેમ ન રહ્યો. મારું મન વિરક્ત બનતું ગયું. સમગ્ર સંસાર ઉદાસીનતાથી ભરેલો ભાસવા લાગ્યો. હું રાજમહેલની બહાર જતો ન હતો. ક્યાં જાઉં? ક્યારેક સંધ્યા સમયે મારા મહેલના ઝરૂખે ઊભો રહી ડૂબતા સૂર્યને જોતો, ક્યારેક દૂર દૂર ચાલી જતી મૌન વણઝારોને જોતો! મારું મન નિરાશાપૂર્ણ વિરક્તિમાં ડૂબી જતું હતું. જીવન કરતાં મને મૃત્યુ વધારે ગમવા લાગ્યું. જીવન જીવવાનું કોઈ પ્રયોજન રહ્યું ન હતું. અલબત્ત ત્યારે હું જાણતો ન હતો કે મૃત્યુ પછી પણ જીવન મળવાનું હોય છે! મૃત્યુ પછી મળનારું એ જીવન કેવું હોય છે, એ તત્ત્વજ્ઞાન મારી પાસે ન હતું. હું તો મારા વિષાદપૂર્ણ જીવનને જીરવવા શક્તિમાન ન હતી... એટલે મૃત્યુ સાથે વહાલ કરવા માંડ્યો હતો. હા, ઊંડે ઊંડે એ ઝંખના હતી કે મૃત્યુ પછીના જીવનમાં ઋષિદત્તા મળી જાય તો? બાલ્યકાળમાં માતા પાસે સાંભળેલી વાર્તાઓમાં મેં એવું સાંભળેલું હતું કે વર્તમાન જીવનનાં પ્રેમી યુગલો જો એમનો પ્રેમ સાચો હોય તો બીજા જીવનમાં પણ એમનું મિલન થાય છે....... મારા હૃદયમાં મૃત્યુ પછીના ઋષિદત્તા સાથેના મિલનની ઝંખના જાગી ગઈ. હું ખૂબ વિહ્વળ બની ગયો. આપઘાત કરીને જીવનનો અંત લાવી દેવાના વિચારોથી હું ઘેરાઈ ગયો; પરંતુ મારી આસપાસ પિતાજીએ એવો ચોકીપહેરો મૂકી દીધો હતો કે હું એવું કંઈ જ કરી શકવા અસમર્થ હતો. કદાચ પિતાજીને મારી મનઃસ્થિતિનો ખ્યાલ આવી ગયો હશે! મેં પિતાજીની પાસે જવાનું છોડી દીધું હતું. હું એમની સામે જોવા કે એમની સાથે બોલવા પણ રાજી ન હતો. પિતાજીએ પણ મૌન ધારણ કર્યું હતું. માત્ર મારી માતા મારા શયનખંડમાં અવારનવાર આવી જતી હતી. મારા માથે હાથ મૂકી થોડી ક્ષણ પંપાળી જતી હતી, મૌનપણે સંવેદના વ્યક્ત કરી જતી હતી. નોકરો અને દાસીઓ યંત્રવતુ પોતાનાં કામ કર્યે જતાં હતાં. હું જાણતો હતો કે એ સહુનાં હૈયાં ઋષિદત્તા વિના સૂનાં સૂનાં હતાં. મારી વેદના એમનાં હૈયાંની વેદના બની ગઈ હતી. મને ક્યારેક એ પરિચારકો અને પરિચારિકાઓ પ્રત્યે દયાં પણ આવી જતી હતી.... છતાં એક શબ્દ પણ બોલી શકતો ન હતો. વિરક્ત બનેલા મનમાં એક દિવસ ઋષિદત્તાના આશ્રમની સ્મૃતિ પ્રબળ બની ગઈ. આશ્રમમાં આવેલું ભગવાન ઋષભદેવનું મંદિર અને મંદિરમાં For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦. પાંપણે બાંધ્યું પાણિયારું બિરાજમાન ભગવાન ઋષભદેવની ભૂમિ યાદ આવી ગઈ. ઋષિદત્તા સાથે દિવસો સુધી એ પરમાત્માનાં દર્શન-પૂજન કર્યા હતાં. કલાકોના કલાકો એ પરમાત્માનાં સ્તવન ગાવામાં વિતાવ્યાં હતાં. એ બધું એવું યાદ આવી ગયું કે હું પલંગથી નીચે ઊતરી ગયો અને શયનગૃહના દ્વારે પહોંચી ગયો. આશ્રમે પહોંચી જવા મન તડપી રહ્યું. ત્યાં સામે જ મારી માતા આવીને ઊભી, મારા બંને હાથ પોતાના હાથમાં લઈ માતાએ સ્નેહભર્યા શબ્દોમાં પૂછ્યું : વત્સ! ક્યાં જવું છે?” હું મૌન રહ્યો. માતાની સામે જોઈ રહ્યો. બેટા, જો તારે ઉદ્યાનમાં જવું હોય તો રથ મંગાવું અને હું પણ તારી સાથે આવું! હવે તું કંઈક સ્વસ્થ થા... તારી બેચેની... તારો વિષાદ મારાથી હવે સહન નથી થતો..” માતાએ સાડીના પાલવથી આંસુ લૂક્યાં, માતાને કહ્યું : મા, મારે ઋષિદત્તાના આશ્રમમાં જવું છે. ત્યાં ભગવાન ઋષભદેવનું મંદિર છે. એ મંદિર મને ખૂબ ગમે છે. મારે ત્યાં જવું છે.. તું ચાલ મારી સાથે.” માતા મારી સામે જોઈ રહી. મેં કહ્યું : “મા, તું ચાલ મારી સાથે અને જો એ આશ્રમને, જ્યાં ઋષિદત્તા જન્મી હતી અને ઊછરી હતી. એવા પવિત્ર સ્થળમાં જન્મનાર અને ઊછરનાર કન્યા શું હિંસક હોઈ શકે? ત્યાં તો હિંસક પશુઓ અને હિંસક માણસો પણ અહિંસક બની જાય! એ આશ્રમની ધૂળમાંથી દયા અને કરુણાનાં પુષ્પો ખીલે છે. એ આશ્રમની હવામાં પ્રેમનું સંગીત ગુંજે છે, મા! તું એક વાર જો એ આશ્રમને. અને પછી મારા પિતાજીને બતાવ. એ પરમાત્મા ઋષભદેવના રમણીય મંદિરને જોજે. પરમાત્માની મનોહર મૂર્તિનાં દર્શન કરજે. એ બધું તું પ્રત્યક્ષ જો. પિતાજી પ્રત્યક્ષ જુએ ત્યારે ઋષિદત્તાને, એના વ્યક્તિત્વને ઓળખી શકશે.” હું આ બધું એકી શ્વાસે બોલી રહ્યો હતો. કદાચ આ ભાવાવેશમાં મારી તબિયત બગડી જાય, તેથી માતાને ગભરામણ થઈ ગઈ! માતાએ કહ્યું : વત્સ, તું સ્વસ્થ થઈ જા. પછી હું તારી સાથે એ આશ્રમમાં આવીશ. ભગવાન ઋષભદેવનાં દર્શન કરીશ અને રાજર્ષિની સમાધિને સ્પર્શ કરી કૃતાર્થ થઈશ.... પરંતુ બેટા, હવે તું વિષાદ ત્યજી દે. હવે તું રાજકાજમાં તારા મનને પરોવી દે.” સ્નેહથી વિવશ કરવાનો પ્રયત્ન કરતી માતાએ મારા મસ્તકે આલિંગન આપ્યું, મારું મન આક્રંદ કરી રહ્યું હતું. મેં માતાના ખોળામાં મારું મસ્તક ઢાળી દીધું. હું રુદનને રોકી શક્યો નહીં. માં પણ ચોધાર આંસુએ રડી પડી. For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૭૧ મારો શયનખંડ અશ્રુજલથી ભીનો થઈ ગયો હતો, એ ભીનાશમાં ઋષિદત્તાની છાયા મને દેખાવા લાગી.... જાણે મને દિલાસો આપવા ન આવી હોય. મેં ‘ઋષિદત્તા... ઋષિદત્તા....' બૂમ પાડી.... માતાએ મને પકડીને પલંગ ઉપર સુવાડ્યો અને પંખો લઈ મને હવા નાંખવા લાગી. દિવસો એક પછી એક વીતતા હતા. મારું મન ધીરે ધીરે પરમાત્માની ભક્તિ તરફ વળતું હતું, કારણ કે ઋષિદત્તાને પરમાત્મભક્તિ ખૂબ ગમતી હતી. ઋષિદત્તા જે પરમાત્મભક્તિનાં ગીતો ગાતી, તે ગીતો મને યાદ હતાં, હું એ જ ગીતો ગાવા માંડ્યો. દુનિયાદારીની વાતો મને અણગમતી થઈ હતી. રાજકારભારની વાતોથી હું સાવ અલિપ્ત થઈ ગયો હતો. પિતાજીની સાથે હું કોઈ જ વાત કરતો ન હતો, ધીરે ધીરે પિતાજી તરફનો મારો રોષ ઓછો થઈ ગયો હતો, પરંતુ તે છતાં એમના પ્રત્યે હૃદયમાં સદૂભાવ તો જાગી શકે એમ હતો જ નહીં. ઋષિદત્તા સાથે તેમણે કરેલો ભયંકર દુર્વ્યવહાર હું ભૂલી શકું એમ હતો જ નહીં. બીજી બાજુ, મારું મન રાજપાટથી વિરક્ત બની ગયું હતું. પિતાજી તરફથી મને કોઈ અપેક્ષાઓ રહી ન હતી. એક દિવસ મેં માતાને કહ્યું પણ હતું કે ‘હું ઋષિદત્તાના આશ્રમમાં જઈને મારું શેષ જીવન વ્યતીત કરવા ઇચ્છું છું. મને આ રાજમહેલ અને રાજમહેલના વૈભવો ઉપર જરાય રાગ નથી.' પરંતુ માતાએ મને અનુમતિ ન આપી. ખેર, તે છતાં મેં ધીરે ધીરે રાજકુમારના જીવનનો ત્યાગ કરી, સામાન્ય મનુષ્યનું જીવન જીવવા માંડ્યું હતું. પિતાજીના મનમાં એમ હશે કે ‘દુઃખનું ઓસડ દહાડા! દિવસો વીતતા જશે તેમ કુમાર ઋષિદત્તાને ભૂલતો જશે....’ પરંતુ એમની ધારણા ખોટી પડી. હું ઋષિદત્તાને ભૂલી શક્યો જ નહીં, ઋષિદત્તાના સ્થાને બીજી કોઈ સ્ત્રી પ્રત્યે અનુરાગી પણ બની શક્યો નહીં. મારા મનમાં કોઈ પણ સ્ત્રી પ્રત્યે અનુરાગ જ જન્મતો ન હતો, મેં મારા હૃદયનો પ્રેમ પરમાત્માના ચરણે ધરી દીધો હતો. પિતાજીએ મારી માતા દ્વારા મને બીજી કોઈ રાજકુમારી સાથે લગ્ન કરી લેવા સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મારા માટે એ વાત અશક્ય હતી. મેં નમ્રતાપૂર્વક માતાને કહી દીધું કે ‘મારી પાસે આ વાત તું ક્યારેય કરીશ નહીં. મારા જીવનમાં હવે બીજી કોઈ સ્ત્રી પ્રવેશી શકશે નહીં.' માતા મારું મન દુખવવામાં જરાય રાજી ન હતી. એ તો પ્રતિપળ મારા સુખનો જ વિચાર કરનારી હતી, મારા દુઃખે દુ:ખી થનારી હતી. ઋષિદત્તા પ્રત્યે પણ માતાના હૃદયમાં તો મમતા જ હતી. ઋષિદત્તાને માતા નિર્દોષ જ માનતી હતી. For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ પાંપણે બાંધ્યું પાણિયારું બે મહિના વીતી ગયા હતા. રાજમહેલનું જીવન રાબેતા મુજબનું થતું જતું હતું. મારા મિત્રો મારાં મનને પ્રફુલ્લિત કરવાના પ્રયત્નો કરતા હતા. પરંતુ મેં એમને કહી દીધું કે તેઓ એવા પ્રયત્નો ન કરે. બે મહિના વીતે કે બે વર્ષ વીતે.. જિંદગી વીતી જાય, પરંતુ હું ઋષેિદત્તાને ભૂલી શકું એમ જ ન હતો. ઋષિદત્તા સિવાય કોઈ સ્ત્રી પ્રત્યે મારું મન રાગી બને એ શક્ય જ ન હતું. એક દિવસ મારા શયનખંડમાં હું જમીન પર આરામ કરી રહ્યો હતો, ત્યાં માતાએ શયનખંડમાં પ્રવેશ કર્યો. મેં ઊભા થઈને માતાનાં ચરણોમાં નમન કર્યું. માતાએ મસ્તકે બે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. અમે મા-દીકરો જમીન પર બેઠાં. માતાએ મૌન તોડ્યું : “વત્સ! હમણાં હું તારા પિતાજી પાસેથી સીધી અહીં આવી છું. આજે રાજસભામાં કાવેરી નગરીથી રાજદૂત આવેલો હતો. કાવેરીપતિનો સંદેશો લઈને આવ્યો હતો. જ્યારે તું રુકિમણી સાથે લગ્ન કરવા કાવેરી ન પહોંચ્યો અને માર્ગમાંથી જ ઋષિદત્તાને લઈ પાછો ફર્યો, તારાં ઋષિદત્તા સાથે લગ્ન થઈ ગયાં, આ સમાચાર ક્મિણીને મળ્યા, તો નિરાશ થઈ ગઈ. તેણે પ્રતિજ્ઞા કરી છે કે હું પરણીશ તો કનકરથકુમારને જ પરણીશ. એ સિવાય કોઈને આ જીવનમાં પરણીશ નહીં.' કાવેરીપતિ ચિંતામાં પડી ગયા. તેમણે પોતાની પુત્રીને બીજા કોઈ રાજ કુમાર સાથે લગ્ન કરી લેવા ખૂબ સમજાવી, પરંતુ પુત્રી સમજતી જ નથી. છેવટે દૂતને તારા પિતાજી પાસે મોકલીને સંદેશો કહેવરાવ્યો છે કે “ગમે તેમ કરીને રાજ કુમારને સમજાવીને, રુક્મિણી સાથે લગ્ન કરવા કુમારને કાવેરી મોકલો. આપણા વર્ષોથી મીઠો સંબંધ છે. એ સંબંધથી પ્રેરાઈને આપને આ સંદેશો મોકલ્યો છે. મારી પુત્રીના જીવનમરણનો પ્રશ્ન છે...' - કાવેરીપતિનો આ સંદેશો સાંભળીને તારા પિતાજી ખૂબ મૂંઝાઈ ગયા છે. તેમણે મને બોલાવી અને કહ્યું કે “તું ગમે તેમ કરીને પણ કુમારને સમજાવ. જે બનવાકાળ હતું તે બની ગયું છે.... મને એ વાતનું ઘણું દુઃખ થાય છે. પરંતુ હવે રુક્મિણીના જીવનનો વિચાર કરવો જોઈએ.” માતાએ મારી સામે જોયું. મારી દૃષ્ટિ ધરતી ઉપર સ્થિર હતી. હું માતાની વાત ધ્યાનથી સાંભળતો હતો. વાત સાંભળી ખરી, પરંતુ મારા હૈયામાં રુક્મિણી તરફ કોઈ અનુરાગ ન પ્રગટ્યો. For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 93 દુઃખ, વેદના અને અજંપાથી મારું મન વિહ્વળ હતું, ત્યાં રુક્મિણી સાથે લગ્ન કરવા, કાવેરી નગરી જવાની માતાએ વાત કરી. સ્મૃતિના સંગ્રહસ્થાનમાં ઋષિદત્તાની પ્રતિમા અખંડ હતી. એનું ક્ષણે ક્ષણે સ્મરણ હતું. પળે પળે એની યાદમાં મારું મન રમણ હતું. મને માતાની વાત જરાય ન ગમી.... હું મૌન રહ્યો. માતા પણ મૌન રહી. એ દિવસે એ ચાલી ગઈ. હું જાણતો હતો કે માતાએ માત્ર પિતાજીના સંદેશાવાહકનું કામ કર્યું હતું. પિતાજી જાણતા હતા કે હું મારી માતાની આજ્ઞાને, માતાની ઇચ્છાને ક્યારેય અવગણતો ન હતો. બીજા દિવસે પણ માતાએ કાવેરી જવાની અને રુક્મિણી સાથે લગ્ન કરવાની વાત કાઢી. મેં દુઃખભર્યા શબ્દોમાં માને કહ્યું : “મા, તું પણ મને રુક્મિણી સાથે લગ્ન કરવાનું કહે છે? તું શું મારા મનની વ્યાકુળતા નથી જાણતી? હું ઋષિદત્તા સિવાય કોઈ સ્ત્રીમાં પત્નીની કલ્પના પણ નથી કરી શકતો.. હજુ ઋષિદત્તાની નિર્મમ અને નિષ્ફર હત્યા થયાને બે મહિના પણ વીત્યા નથી, એ ક્રૂર હત્યાના કાળા પડછાયા હજુ આ રાજમહેલ ઉપર અને નગર ઉપર છવાયેલા છે.... વિષાદ... નિરાશા અને વિવશતાના કરુણ સ્વરો હજુ વાતાવરણને ગમગીન બનાવી રહ્યા છે.. ત્યારે હું લગ્નની શરણાઈઓ વગડાવું? હું શણગાર સજું..? મા, તું આ વાત જ ન કર... આ વાત ક્યારેય ન કરીશ. આ જીવનમાં હવે બીજી કોઈ સ્ત્રીનો પ્રવેશ સંભવિત નથી.” બે હાથની હથેળીઓ પર મુખ ટેકવીને, નીચી નજરે માતા મારી વાત સાંભળી રહી હતી. એના મુખ ઉપરની કોમળતા પર વેદનાનો કાળો રંગ ફેલાયેલો હતો. તેની સ્નેહભરી આંખોમાં વિવશતા પ્રતિબિંબિત થઈ રહી હતી. તેના મુખમાંથી થોડોક નિઃશ્વાસ સરી પડ્યો. તેની આંખોમાંથી બેચાર આંસુ સરી પડ્યાં... તેણે સાડીના પાલવથી એ આંસુ લૂછી નાંખ્યાં. તે ઊભી થઈ અને પશ્ચિમ દિશાના ઝરૂખામાં જઈને ઊભી રહી ગઈ. હું પણ પલંગ ઉપરથી ઊભો થઈ માની પાસે જઈને ઊભો રહ્યો. માએ કરુણાભીની આંખે મારી સામે જોયું અને દૂર દૂર ક્ષિતિજ પર એની દૃષ્ટિ સ્થિર થઈ ગઈ. તેણે મારો હાથ પકડ્યો અને મારી સામે જોયું. એ ભદ્રાસન પર બેસી ગઈ. હું એના ચરણોમાં જમીન પર બેસી ગયો. For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું બેટા, તારી વેદના હું સમજી શકું છું. તારી વેદના એ મારી વેદના બની ગઈ છે... કોણ સહૃદયી માનવી તારી વ્યથાને ન સમજી શકે? પરંતુ આ સંસારે હમેશાં ભાવુક હૃદયોને કચર્યા છે... માટે જ તીર્થકરોએ સંસારને દુઃખરૂપ કહ્યો છે.... કર્મોની પરાધીનતામાં દુઃખ, ત્રાસ અને વેદના જ જીવાત્માને ભોગવવાની છે... ભલે ને આપણે રાજમહેલમાં હોઈએ, ભલે ને આપણી પાસે વિપુલ ભોગસામગ્રી હોય.... છતાં આજે આપણે સુખનો શ્વાસ લઈ શકતાં નથી... પ્રસન્નતાનો પમરાટ અનુભર્તી શકતાં નથી... ખરેખર તને કહું બેટા? મારું તો મન જ આ સંસારનાં ભોગસુખોથી વિરક્ત બની ગયું છે... આ રાજમહેલ મને જેલખાનું લાગે છે... પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો મને વિષ સમાં લાગે છે.... મોક્ષમાર્ગની આરાધના માટે મન તડપી રહ્યું છે..... ગઈ રાત્રે જ આંખ ખૂલી ગઈ અને મન તીવ્રતાથી બોલી ઊઠ્યું : “અંધારી રાત છે.... નીકળી જા રાજમહેલમાંથી... પહોંચી જા ગુરુદેવના ચરણોમાં.... સર્વ સુખોનો ત્યાગ કરી બની જા સાધ્વી..... બની જા શ્રમણી.....' ત્યાં સ્મૃતિપટ પર તું આવી ગયો, બેટા! માતૃત્વ સળવળ્યું હૃદયમાં, તને આવી અશાંત અને કલાન્ત મનઃસ્થિતિમાં મૂકીને હું કેમ ચાલી જાઉં? આ પણ બંધન છે, વત્સ! સ્નેહનું બંધન! રાગનું બંધન! હા, એ બંધન પણ તૂટી જશે એક દિવસ.... તને શાંત, પ્રસન્ન અને આનંદમગ્ન જઈશ ત્યારે એ બંધન તૂટી જશે.... અને હું સંસારવાસનો ત્યાગ કરીશ.... શરીરની પણ મમતા ત્યજીને તપશ્ચર્યાના ચરણે જીવન સમર્પિત કરીશ.... આજે સર્વપ્રથમ માતાના મુખે આ અગમ-અગોચરની વાતો સાંભળતો હતો. મા સ્વસ્થતાથી બોલતી હતી. એનો એક એક શબ્દ એના અંતરાત્મામાંથી પ્રગટી રહ્યો હતો. તેની ઊંડી સમજ, તેનું ઉન્નત ધ્યેય અને માનવજીવનની સફળતા અંગે એની જાગૃતિ.... આ બધું જોઈ.... હું ગદ્ગદ્ થઈ ગયો. માના ચરણોમાં મસ્તક મૂકી રડી પડ્યો... મારું હૃદય અત્યંત ભાવુક બની ગયું. ક્ષણો માટે હું મારું દુઃખ ભૂલી ગયો.... માતાની હૃદયવ્યથાએ મને વ્યાકુળ કરી દીધો. હું શું કરું, મા?' “તું તારા પિતાની ઇચ્છા મુજબ કાવેરી જા અને રુક્મિણી સાથે લગ્ન કરી લે.” માતાએ આકાશ સામે દૃષ્ટિ સ્થિર કરી, ગંભીર અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું. તો શું તારું મન રાજી થશે? તારું ચિત્ત પ્રસન્ન થશે?” For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૭૫ બેટા, તારા પિતાજી રાજી થશે, એમનું ચિત્ત પ્રસન્ન થશે અને એ કરવું તારું કર્તવ્ય છે. મારી ચિત્તપ્રસન્નતા તો હવે પરમાત્માના પાવન ચરણોમાં જ છે. મેં આ સંસારને સમજી લીધો છે. સંસારનાં સુખ પણ દુઃખરૂપ છે! સંસારની શાંતિ પણ અશાંતિની નિદ્રા છે! બેટા, આ દુનિયામાં માત્ર કર્તવ્યની ભૂમિકા નિભાવવાની છે.... ઋષિતાની આસપાસ બની ગયેલી સારી-નરસી ધટનાઓએ મને.... મારા મનને સંસારથી વિરક્ત બનાવી દીધું છે.' તો પછી મા, તું અને હું આપણે બંને સંસારનો ત્યાગ કરીને કોઈ આશ્રમમાં.... કોઈ ગુરુદેવના ચરણોમાં જઈ આત્મસાધનામાં લીન થઈ જઈએ! મને પણ હવે આ સંસારનાં સુખો પ્રત્યે કોઈ જ અનુરાગ નથી! મને આશ્રમનું શાંત અને પ્રસન્ન જીવન ખૂબ ગમે છે.” આજના આપણા સંયોગોમાં એ અસંભવ છે. તારા પિતાજી રાજા છે, સત્તાધીશ છે.... સાથે સાથે એમના હૃદયમાં તારા માટે અને મારા માટે ભારોભાર અનુરાગ પડેલો છે. ભલે તારા હૃદયમાં એમના માટે અનુરાગ ન હોય કે મારા હૃદયમાં એમના પ્રત્યે આસક્તિ ન હોય. સંસારમાં ક્યારેક આવું કર્તવ્યપાલન કરવું અનિવાર્ય હોય છે.... કે આપણને જેના પ્રત્યે રાગ ન હોય, પ્રેમ ન હોય, છતાં એને આપણા પ્રત્યે રાગ હોય, સ્નેહ હોય ત્યારે એના સ્નેહને સંભાળવો પડે! એના હૃદયને અગ્નિ રાખવું પડે.... તે માટે આપણે આપણી લાગણીઓને કચરવી પડે! તને ખબર છે? જો તું અને હું સંસારત્યાગની વાત કરીએ ને ત્યાં જ તારા પિતાજીને એવો આંચકો લાગે કે એમની હૃદયગતિ બંધ પડી જાય.... અને...” મા વિહ્વળ બની ગઈ. તેણે પોતાના બંને હાથમાં મારું મુખ પકડી લીધું અને મારા મુખને પંપાળવા લાગી. મારા મનમાં માની આ વાતનો એક ઊંધો પ્રત્યાઘાત પડ્યો હતો. મેં માને કહ્યું : મા, તું પિતાજીના હૃદયને આઘાત ન પહોંચે, એ વાત કરે છે. પરંતુ પિતાજીએ શું મારા અને ઋષિદત્તાના હૃદયના ટુકડે ટુકડા નથી કરી નાંખ્યા? એમણે અમારા પર સિતમ વરસાવવામાં શું બાકી રાખ્યું છે? તો પછી મારે એમના હૃદયનો વિચાર શા માટે કરવો જોઈએ? બીજી વાત કહું? એમના હૃદયમાં ભલે તારા તરફ અનુરાગ હોય. પણ મારા પ્રત્યે એમના હૃધ્યમાં જરાય સ્નેહ નથી, જરાય અનુરાગ નથી, તેમનું હૃદય નિષ્ફર છે. એવા હૃદયની મારે શા માટે ચિંતા કરવી જોઈએ? હું સંસારવાસ ત્યજી દઉં તો એમને કોઈ દુઃખ થવાનું નથી.” For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬ પાંપણે બાંધ્યું પાણિયારું બેટા, ત્યાં જ તારી ભૂલ થાય છે. માનવના મનની વિચિત્રતાઓ અપરંપાર છે. તારા ઉપર તો એમને અનુરાગ છે જ, તારો જેના ઉપર પ્રેમ હતો એ ઋષિદત્તા એમને અપરાધિની લાગી.... રાક્ષસી લાગી... પ્રજાની હત્યાની પ્રક્રિયા એવી એકતરફી થઈ ગઈ કે એમાં તારા પિતાજી એ ન વિચારી શક્યા કે “રાજ કુમારના હૃદયનું શું થશે? મને ભલે ઋષિદત્તા રાક્ષસી લાગે છે, પરંતુ રાજકુમારને તો તે પ્રાણથી પણ વધુ પ્યારી છે... ઋષિદત્તા વિના એને એક ક્ષણ પણ ચેન નથી પડતું.. એનું શું થશે?' આ વિચાર એમના અસ્વસ્થ, ચિંતામગ્ન અને વ્યાકુળ મનમાં ન આવી શક્યો. કદાચ તારો વિચાર એમને આવ્યો હશે તો એમણે એમ વિચારીને પોતાના મનનું સમાધાન કર્યું હશે કે મારા કુમારને આ ઋષિદત્તા કરતાં પણ ચઢિયાતી રાજકુમારી સાથે પરણાવીશ. “ વત્ના વસુધા' - આવી ઋષિદત્તાઓ બીજી પણ મળી રહેશે. પણ આવી રાક્ષસીને તો જીવતી ન જ રખાય.” કુમાર! મોટા ભાગે માનવી સ્ત્રી-પુરુષના સંબંધને એટલા માટે આવશ્યક માને છે કે એથી એને શારીરિક-વૈષયિક સુખની પ્રાપ્તિ થાય, સંતાનસુખની પ્રાપ્તિ થાય.... પારિવારિક જીવનના સુખની પ્રાપ્તિ થાય.... બસ, આટલું મળ્યું એટલે લગ્નજીવન સફળ! સંસારે ક્યારેય પ્રેમના પવિત્ર તત્ત્વને મહત્ત્વ નથી આપ્યું. શારીરિક અને પારિવારિક સુખો કરતાં માનસિક પ્રેમનું સુખ, નિરપેક્ષ પ્રેમનું સુખ ચઢિયાતું છે, આ વાત કોણ સમજે છે આ દુનિયામાં! સ્ત્રીનું સુખ જોઈએ છે ને? એક સ્ત્રી મરી ગઈ તો બીજી લઈ આવો! સ્ત્રી વિના ઘરમાં અગવડ પડે છે ને? બીજી સ્ત્રીને ઘરમાં બેસાડી દો! દુનિયાની આ રીતરસમ છે. તારા પિતાજીએ તારા માટે આ રીતે વિચાર્યું હોય... ઋષિદત્તા અને તારા આંતરિક.... માનસિક.... આત્મિક સંબંધની દૃષ્ટિએ તારો વિચાર તેઓ કેવી રીતે કરી શકે...? હું માની અર્થપૂર્ણ વાત સાંભળતો જ રહ્યો. માની વાત મને યથાર્થ લાગી. માની ગંભીર વિચારધારા મારા હૃદયને સ્પર્શી ગઈ. માએ મારી આંખોમાં દૃષ્ટિ સ્થિર કરીને કહ્યું : કનક! હવે તું સ્ત્રીના હૃદયનો વિચાર કર. તું ઋષિદત્તાને ખૂબ ચાહતો હતો, એનો વિયોગ થયો, તારું મન કેટલી અને કેવી ઘોર વ્યથા અનુભવે છે? પ્રિયનો વિયોગ મનુષ્યને કેવો દુઃખી કરી નાંખે છે? તે વાત તેં અનુભવી ને? તું એ જ રીતે રુક્મિણીનો વિચાર કર. રુક્મિણી તને ચાહે છે. એના હૃદયમાં તારા માટે અત્યંત પ્રીતિ છે. એ For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું પ્રિયની અપ્રાપ્તિ..... પ્રિયને પામવાની ઝંખના... એને કેટલી વ્યથા ઉપજાવતી હશે? એણે સંકલ્પ કર્યો છે કે “હું લગ્ન કરીશ તો કનકરથ સાથે જ કરીશ, બીજા સાથે નહીં!' શું તારે એના હૃદયની કદર ન કરવી જોઈએ? એના સંતપ્ત હૃદયને શાંતિ ન આપવી જોઈએ? તું બીજાને સુખ આપ, તને સુખ મળશે.' મેં માતાને બોલતી અટકાવીને, વચ્ચે જ કહ્યું : “મા, શું રુક્મિણી સાથે લગ્ન કરવા માત્રથી એને હું સુખ આપી શકીશ? મારા હૃદયમાં જેના પ્રત્યે કોઈ અનુરાગ નથી, કોઈ સ્નેહની સરવાણી ફૂટી નથી, એની સાથે લગ્ન કરવાનો શો અર્થ? લગ્ન કર્યા પછી...એની મારા તરફની અપેક્ષાઓ હું પૂર્ણ નહીં કરી શકું ત્યારે એને કેટલું દુઃખ થશે? હું એ રીતે એને દુઃખી કરવા નથી ઇચ્છતો.” બેટા, મનના ભાવો પરિવર્તનશીલ છે. આજે જેના પ્રત્યે દ્વેષ હોય, બીજા દિવસે એના પ્રત્યે રાગ જાગે છે! આજે જેના પ્રત્યે રાગ હોય, બીજા દિવસે એના પ્રત્યે દ્વેષ જાગે છે! સંસારમાં આવું બનતું હોય છે! ઋષિદનાને લઈને તું અહીં આવ્યો ત્યારે તારા પિતાજીના હૃદયમાં ઋષિદના પ્રત્યે સ્નેહ-વાત્સલ્ય અને સદૂભાવ હતાં કે નહીં? પછી એના જ પ્રત્યે ઘોર દ્વેષ જાગ્યો! તારા હૃદયમાં તારા પિતાજી તરફ અનુરાગ હતો કે નહીં? આજે અણગમો જાગી ગયો છે ને? એમ, આજે ભલે રુક્મિણી પ્રત્યે તારા હૃદયમાં સ્નેહ ન હોય, લગ્ન પછી સ્નેહ ાગશે! ‘પણ માની લે કે સ્નેહ ન જાગ્યો તો? એનું શું થશે?' પછી જેવું એનું ભાગ્ય!' “એટલે?' એટલે એ જ કે છેવટે સુખ-દુઃખનો આધાર એનાં શુભ-અશુભ કર્મો હોય છે. પુણ્યનો ઉદય આત્મામાં હોય ત્યાં સુધી સુખનો પ્રકાશ અને પુણ્યનો અસ્ત થયો.. પાપની રાત જામી એટલે દુઃખનો ગાઢ અંધકાર! સુખદુઃખની બાબતમાં માનવીનો પુરુષાર્થ ગૌણ હોય છે, એનું પ્રારબ્ધ જ મુખ્ય નિયામક હોય છે. બેટા, પુણ્યકર્મ અને પાપકર્મના સિદ્ધાંતોને તું સમજીશ તો તને ઘણી ઘણી સમસ્યાઓના સમાધાન મળી જશે.' હું વિચારમાં ડૂબી ગયો. પરિચારિકાએ માતાને અને મને પાણી આપ્યું. પાણી પીને માતાએ પોતાની વાત આગળ ચલાવી. કનક, બીજી એક મહત્ત્વની વાત તને કહું? તે મને નહોતું કહ્યું, “મારે ઋષિદત્તાના આશ્રમમાં જવું છે?' કહ્યું હતું ને? આમ તો તને તારા પિતાજી For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ પાંપણે બાંધ્યું પાણિયારું આશ્રમમાં નહીં જવા દે , પરંતુ જો તું કાવેરી જવા સંમત થાય તો તારે કાવેરી એ જ માર્ગે જવાનું છે ને? માર્ગમાં એ આશ્રમ આવશે! તું ત્યાં થોડા દિવસ રોકાઈ પણ શકીશ... તારું મન પણ હળવું બનશે, તને ત્યાં પ્રફુલ્લિતતા પ્રાપ્ત થશે... પછી તું કાવેરી જજે, માતાની આ વાત મને ગમી ગઈ.... ખૂબ ગમી ગઈ... હું આ મહેલ અને નગર છોડીને દૂર દૂર ચાલ્યા જવાનું તો વિચારતો જ હતો... આશ્રમમાં જવાની પણ તીવ્ર ઇચ્છા હતી.... મને માતાની આ વાત ગમી ગઈ.... મુક્તિ મળતી લાગીરુક્મિણીનાં સુખદુઃખનો વિચાર મેં એના પુણ્યપાપની ખીંટીએ વળગાડી દીધો.... આશ્રમ.... અને ઋષિદત્તા.... મારા મનને ખેંચનારાં એ બે પ્રબળ નિમિત્ત હતાં. મારા મુખ ઉપર મલકાટ આવી ગયો. મેં માતાને કાવેરી જવાની સંમતિ આપી દીધી! માએ મારા મસ્તકે ચુંબન કર્યું અને પ્રસન્ન વદને તે વિદાય લીધી. તેણે પિતાજીને આ શુભ સમાચાર આપવાના હતા ને? પિતાજીને પેલા કાવેરીપતિના દૂતને જવાબ આપવાનો હતો! એ દૂતે કાવેરી જઈને કાવેરીપતિને અને એમની રાજકુમારીને શુભ સમાચાર આપવાના હતા.... મારા મહેલની આસપાસ ગોઠવાયેલા સૈનિકો ખસેડી લેવાયા. મને મહેલની બહાર જવાની છૂટ મળી ગઈ.... હું આશ્રમની સૃષ્ટિમાં ખોવાયો-ખોવાયો રહેવા લાગ્યો. For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ મેં કાવેરી તરફ પ્રયાણ કરી દીધું. પિતાજી ખૂબ પ્રસન્ન થયા. મારી માતા પણ પ્રસન્ન થઈ. એણે મને ખૂબ વાત્સલ્યથી વિદાય આપી. હૃદયમાં વેદના હતી, સંતાપ હતો, છતાં લોકવ્યવહારને અનુસરતાં મેં મારા મુખ ઉપર સ્મિત ફરકાવ્યું અને પરિવારની વિદાય લીધી. મંત્રીવર્ગ, સેના અને સેવકગણની સાથે મારું પ્રયાણ આરંભાઈ ગયું. મારા રથમાં હું એકલો જ હતો. એ જ માર્ગે રથ દોડી રહ્યો હતો કે જે માર્ગેથી હું ઋષિદત્તાને લઈને આવ્યો હતો. આજે મારા રથમાં એ ન હતી.. છતાં એની સ્મૃતિ પ્રતિપળ જીવંત હતી. પ્રિય વ્યક્તિની સ્મૃતિથી મુક્ત બનવાની મારી શક્તિ ન હતી. એનો સહવાસ.... ક્ષણિક સહવાસ અત્યંત સુખદ હતો... માટે એનો વિરહ.... એનું કરપીણ મૃત્યુ.. અને એની સ્મૃતિ મારા હૃદયને વ્યથાથી વલોવી રહી હતી. એ જ માર્ગ... એ જ વૃક્ષો અને એ જ જળાશયો હતો. આ માર્ગે હું તે પછી પહેલી જ વાર આવ્યો હતો. ઋષિદત્તાએ આ માર્ગે આવતાં સ્થળે સ્થળે વાવેલા. વૃક્ષો... માર્ગની આજુબાજુ નાજુક છોડ સ્વરૂપે.... લીલાંછમ બનીને ઊભા હતાં. જેવી કોમળતા અને નાજુકતા ઋષિદત્તામાં હતી તેવી જ નાજુ કતા અને તેટલી જ કોમળતા આ છોડવાઓમાં હતી! કેટલી ઉત્કટતાથી.... કેટલાં ઉલ્લાસથી એણે એ વૃક્ષારોપણ કર્યું હતું....! સ્થળે સ્થળે રથમાંથી ઊતરીને એ વૃક્ષારોપણ કરતી હતી અને એ કરતી વખતે વારંવાર સ્નેહપૂર્ણ લોચનોથી એ મારી સામે જોતી હતી.... એની મારી પાસેથી એ અપેક્ષા હતી કે હું તેને વૃક્ષ વાવતાં રોકું નહીં! પણ ભલા, હું એને કેવી રીતે રોકત? પ્રિય.... અત્યંત પ્રિય વ્યક્તિનું કાર્ય એટલું જ પ્રિય લાગતું હોય છે ને! જે ઋષિકન્યા એક યુવરાજ્ઞી બની ગઈ હતી... તેને એક ગ્રામકન્યાની જેમ વૃક્ષારોપણ કરતી જોઈને મારી સાથેના માણસોને જરૂર અરુચિ કે આશ્ચર્ય થયું હશે; મને તો એની દરેક પ્રવૃત્તિ આનંદ આપનારી જ લાગતી હતી. એની દરેક પ્રવૃત્તિ ઔચિત્યપૂર્ણ થતી હતી. અમારું પ્રયાણ અવિરત ચાલું હતું. માત્ર ભોજનાદિ આવશ્યક કાર્યો માટે For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦. પાંપણે બાંધ્યું પાણિયારું જ અમે રોકાતા હતા. જ્યાં અમે એ રમણીય પ્રદેશમાં પ્રવેશ કર્યો ત્યારે મારા શરીરમાં રોમાંચ થયો. મારાં રોમેરોમે હર્ષનાં ફૂલ ખીલી ઊઠ્યાં.... એ લીલાંછમ વૃક્ષો... વૃક્ષોની ડાળી પર મધુર કલરવ કરી રહેલાં પંખીઓ, યત્ર તત્ર વહી રહેલાં ઝરણાંઓ... કૂદાકૂદ કરી રહેલાં મૃગબચ્ચાંઓ...વૃક્ષપર્ણોથી આચ્છાદિત શિલાપટ્ટકો અને સ્વચ્છ ગુલાબી રેતીથી છવાયેલાં વિશાળ મેદાનો.... સર્વત્ર સૌંદર્ય હતું... મારા હૃદયે ક્ષણિક આનંદ અનુભવ્યો. અશાંત હૃદય સૌંદર્યને કદાચ જોઈ શકે, પણ માણી તો ન જ શકે; અને, હું અહીં સૌંદર્ય માણવા જ આવ્યો હતો? સૌંદર્યને માણવાની ઇચ્છાઓ જ ઉપશાંત થઈ ગઈ હતી. ઋષિદત્તા વિનાનું જીવન જ અકારું બની ગયું હતું. મારી ઇચ્છા એ રાજર્ષિના આશ્રમમાં જ પડાવ નાખવાની હતી. મેં મહામંત્રીને સૂચના આપી અને મારો રથ આશ્રમ તરફ દોડવા લાગ્યો. સમગ્ર પરિવાર પણ મારી પાછળ આવવા લાગ્યો. થોડી જ ક્ષણોમાં મેં દૂરથી ભગવાન ઋષભદેવના એ સુંદર જિનાલયનાં દર્શન કર્યા. મેં રોમાંચ અનુભવ્યો. મારી જમણી આંખ સ્કુરાયમાન થવા લાગી. આશ્રમના દ્વારે જ મેં મારા રથને ઊભો રાખ્યો. રથમાંથી ઊતરીને મેં આશ્રમમાં પ્રવેશ કર્યો. આશ્રમના એક-એક વૃક્ષ સાથે મારે ઓળખાણ હતી! આશ્રમના એક-એક પથ્થર સાથે મારે પરિચય હતો. ભગવાન ઋષભના એ મંદિરના એક-એક સોપાન સાથે મારે પ્રેમ હતો. ભગવાન ઋષભની નયનરમ્ય મૂર્તિ સાથે તો જાણે આત્મીયતા જ સધાઈ ગઈ હતી. ઋષિદત્તાના સંગે એ પ્રભુનાં દર્શન-પૂજન અને સ્તવનમાં અનેક દિવસ અપૂર્વ આનંદ અનુભવેલો હતો. જિનાલયનાં સોપાન ચઢીને મેં મંદિરમાં પ્રવેશ કર્યો. ત્રિભુવનપતિ પરમાત્માનાં દર્શન થતાં જ હૃદય ગદ્ગદ્ બની ગયું, રોમરાજી વિકસ્વર થઈ ગઈ.... આંખો હર્ષનાં આંસુઓથી ઊભરાઈ ગઈ. મેં ભાવસભર હૃદયે પરમાત્માની સ્તવના કરી. ત્રણ વાર પંચાંગ પ્રણિપાત કર્યા... અને આંખો બંધ કરીને પરમાત્માના ચરણોમાં બેસી ગયો. મને બંધ આંખે પરમાત્માની પ્રસન્ન મુદ્રાનાં દર્શન થવા લાગ્યાં... પરમાત્માના નયનોમાંથી કરુણામૃત ઝરતું દેખાયું! ખરેખર, મારો શોક, ઉદ્વેગ અને સંતાપ દૂર થઈ ગયાં. આંતરઆનંદથી મારું હૃદય છલકવા લાગ્યું. હું સમજી શકતો ન હતો કે મને શું થઈ રહ્યું છે! મારા ભાવોનું ગજબ પરિવર્તન હું અનુભવી રહ્યો હતો. મને ખ્યાલ ન રહ્યો કે હું કેટલો સમય ત્યાં પ્રભુના ચરણોમાં બેસી રહ્યો! For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું જ્યારે હું જિનાલયની બહાર આવ્યો, મેં એક ઋષિકુમારને મંદિરનાં સોપાન ચઢતો જોયો. હું એ ઋષિકુમારને જોઈ જ રહ્યો ! એ એક ખૂબસૂરત ઋષિકુમાર હતો. એના મુખ ઉપર પ્રસન્નતા હતી. એ પ્રસન્નતા એના સૌંદર્યમાં વધારો કરતી હતી. એના કોમળ હાથોમાં પુષ્પો હતાં અને એની આંખોમાં સ્નેહભીનું આકર્ષણ હતું. એણે મારી સામે જોયું... અમારી આંખો મળી... ઋષિકુમાર ઝડપથી સોપાનપંક્તિ ચઢીને મારી પાસે આવ્યો અને મને આદરપૂર્વક પુષ્પગુચ્છ આપ્યા. મેં નમન કરીને એ પુષ્પગુચ્છોનો સ્વીકાર કર્યો. હું એના મુખ તરફ જ જોઈ રહ્યો હતો.... તો ત્યાં જ ઊભો રહી ગયો. મારા મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો : “આ આશ્રમમાં આવો ઋષિકુમાર ક્યાંથી આવ્યો હશે? કેટલું મોહક એનું વ્યક્તિત્વ છે! કેટલી વિનમ્રતા .... અને કેટલો વિવેક છે! આ કોણ હશે? આવી ભરયુવાનીમાં એણે શા માટે સંન્યાસ સ્વીકાર્યો હશે ?” મારા હાથમાં પુષ્પો હતાં. હું પુનઃ મંદિરમાં ગયો અને પરમાત્માના ચરણે પુષ્પ સમર્પિત કર્યા. ઋષિકુમારે પણ પૂજનવિધિ પૂર્ણ કરી અને અમે બંને સાથે જ બહાર આવ્યા. મેં ઋષિકુમારને બે હાથ જોડી, મસ્તક નમાવીને કહ્યું, “હે ઋષિકુમાર! શું તમે મારી સાથે મારી છાવણીમાં પધારશો?' ‘તમારો શુભ પરિચય?' ઋષિકુમારે મને પૂછ્યું. 'તમે મારી સાથે મારી છાવણીમાં ચાલો, ત્યાં મારી કુટિરમાં બેસીને હું તમને મારો પરિચય આપીશ અને તમારો પરિચય મેળવીશ.” હું ઋષિકુમારને લઈને મારી છાવણીમાં આવ્યો. છાવણીમાં મારી કુટિર તૈયાર થઈ હતી. અમે બંને કુટિરમાં પ્રવેશ્યા. ઋષિકુમારને એક સ્વચ્છ અને સુંદર આસન પર બેસાડીને, ખૂબ આદરપૂર્વક એમને ભોજન કરાવ્યું. ખૂબ આગ્રહ કર્યો ત્યારે તો એમણે ભોજન કર્યું. એમના ઋષિજીવનને અનુરૂપ વસ્ત્રોની ભેટ આપી. તેમણે શ્વેત વસ્ત્રો પરિધાન કરેલાં હતાં. સાદાં તથા સ્વચ્છ શ્વેત વસ્ત્રોમાં ઋષિકુમાર શોભતા હતા. મેં તેઓને મારો સંક્ષિપ્ત પરિચય આપ્યો. ત્યાર પછી મેં તેઓને પૂછ્યું: “હે ઋષિકુમાર, તમે આ આશ્રમમાં ક્યારે પધાર્યા?” મુનિને, સાધુને, ઋષિને એમની પૂર્વાવસ્થા અંગે ન પુછાય એ હું જાણતો હતો. ઋષિકુમારે કહ્યું : “હે રાજકુમાર, આ આશ્રમમાં હરિપેણ નામના રાજર્ષિ વસતા હતા. તેમને ઋષિદત્તા, For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૨. પાંપણે બાંધ્યું પાણિયારું નામની અત્યંત વિનીતા પુત્રી હતી. રૂપવતી અને ગુણવતી એ ઋષિદત્તાને આ જ આશ્રમમાં એક રાજ કુમાર સાથે પ્રેમ થયો.... રાજર્ષિએ એ સુયોગ્ય રાજકુમાર સાથે ઋષિદત્તાનાં લગ્ન કરી દીધાં અને તેમણે સ્વયં અગ્નિપ્રવેશ કરી દીધો... ઋષિદરા રાજ કુમાર સાથે શ્વસુરગૃહે ચાલી ગઈ.... પછી આ આશ્રમ સૂનો પડ્યો હતો.... હું આ પૃથ્વી પર પરિભ્રમણ કરતો કરતો અચાનક જ આ આશ્રમમાં આવી ચડ્યો! મને આ આશ્રમની ધરતી ગમી ગઈ! ભગવાન ઋષભદેવનું મંદિર અને મૂર્તિ ગમી ગયાં.... અને હું રહી ગયો....' જેવી મધુરતા ઋષિદનાની વાણીમાં હતી એવી મધુરતા નિકુમારની વાણીમાં હતી! નિકુમારની વાત કરવાની પદ્ધતિ પણ ઋષિદત્તાના જેવી જ હતી. હું અજાણ્યો બનીને કુતુહલનો અભિનય કરતો મુનિ કુમારની વાત સાંભળતો હતો. હે મુનિકુમાર! તમારાં દર્શન કરીને સાચે જ હું ધન્ય થયો છું. કહ્યું. 'રાજ કુમાર, તમને મળીને મને પણ આનંદ થયો છે. તમારામાં વિનય છે, વિવેક છે, અરે! વિનમ્રતા છે. તમે રાજ કુમાર છો, છતાં તમારામાં ઉદ્ધતાઈ નથી, અભિમાન નથી. તમારા પરિચયથી મારું હૃદય પ્રસન્નતા અનુભવે છે.' મુનિ કુમારે કહ્યું. નિકુમારના મુખ ઉપર સ્મિત રમી રહ્યું હતું. મારું મન વધુ ને વધુ મોહિત થતું જતું હતું. મેં પૂછયું : “મુનિકુમાર, તમારા પ્રથમ દર્શને જ મારું મન તમારા પ્રત્યે આટલું બધું કેમ આકર્ષાઈ ગયું છે. તમને જોયા જ કરું... જોયા જ કરું... એમ થયા કરે છે. તમારા દર્શનથી મારી આંખો ધરાતી કેમ નથી?” મારો પ્રશ્ન સાંભળીને ઋષિકુમાર હસી પડ્યા. એમનું હાસ્ય પણ કામણ કરનારું હતું. તેમણે કહ્યું : “રાજ કુમાર, કોઈ કોઈને પ્રિય હોય છે.... ચંદ્રને જોઈ કુમુદ ખીલી ઊઠે છે ને? સૂર્યના દર્શને કમળ ખીલી ઊઠે છે ને? એ જેમ સ્વાભાવિક છે, તેમ આ પણ જન્મ-જન્માંતરના સંબંધોથી સ્વાભાવિક છે! પૂર્વજન્મોમાં તમારો અને મારો કોઈ એવો સ્નેહ-સંબંધ હશે!” શું પૂર્વજન્મોનો સ્નેહસંબંધ વર્તમાન જીવન સાથે સંકળાયેલો હોઈ શકે?' હોય છે રાજ કુમાર! કોઈ પણ જાતના પૂર્વપરિચય વિના, કોઈ અજાણી વ્યક્તિને જોતાંની સાથે જ સ્નેહ થાય છે, તે પૂર્વજન્મના સ્નેહના સંસ્કાર વિના ન જ બને. એવી રીતે કોઈ અપરિચિત અને અજાણી વ્યક્તિને જોતાંની સાથે For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું. ૮૩ જ એના પ્રત્યે દ્વેષ કે અણગમો જાગે છે તે પણ પૂર્વજન્મના વેરભાવના સંસ્કારો વિના ન જ બની શકે.' મને મુનિ કુમારની વાતમાં રસ પડ્યો. મેં ફરીથી પૂછ્યું : “તો શું અહીં થતા બધા જ નેહસંબંધો અને વેરનાં બંધનોની પાછળ પૂર્વજન્મના સંસ્કારો કામ કરે છે?' “ના, કેટલાક સંબંધોની પાછળ પૂર્વજન્મોના સંસ્કારો કારણરૂપ હોય છે અને કેટલાંક સંબંધો નવા પણ બનતા હોય છે. એટલે કે કોઈ વ્યક્તિ સાથે પૂર્વજન્મોમાં સ્નેહસંબંધ ન હોય, છતાં આ જીવનમાં એની સાથે સ્નેહ બંધાઈ શકે. એવી રીતે, કોઈ વ્યક્તિ સાથે પૂર્વજન્મમાં વેર બંધાયેલું ન હોય છતાં આ જીવનમાં એની સાથે વેર બંધાઈ શકે!' પણ મને એમ લાગે છે કે તમારી સાથે પૂર્વજન્મોમાં જરૂર પ્રગાઢ સ્નેહસંબંધ હશે જ, નહીંતર તમને પહેલી જ વાર જોતાં, મારા હૃદયમાં આટલો બધો પ્રેમ કેવી રીતે જાગે?” ઋષિકુમારની દૃષ્ટિ જમીન પર સ્થિર હતી. તેઓ મારી વાત ધ્યાનપૂર્વક સાંભળતા હતા. તેમણે નીચી દૃષ્ટિએ જ કહ્યું : ‘કુમાર, અજાણી અને અલગારી વ્યક્તિ સાથે પ્રેમ ન કરવો જોઈએ, સ્નેહ ન બાંધવો જોઈએ. હું તો ઋષિકુમાર છું. આજે અહીં છું. કાલે બીજે ચાલ્યો જાઉં! તમે પણ મુસાફર છો! આજે અચાનક અહીં આવી ચઢ્યા છો... હમણાં તમારો સમય પૂરો થતાં ચાલ્યા જવાના! મારી સાથે સ્નેહ ન બાંધો, નહીંતર વિયોગનું દુઃખ અનુભવશો....” તેઓ ઊભા થયા અને “જય ઋષભદેવ!' બોલીને ચાલવા લાગ્યા. હું કુટિરની બહાર, આશ્રમના દ્વાર સુધી એમને વળાવીને પાછો ફર્યો.... પરંતુ પાછા ફરતાં મેં એમને કહ્યું કે, “આજે તો અમે સહુ અહીં રોકાઈ જઈશું, કાલે તમને જરૂર મળીશ.' તેમણે મારી સામે સ્નેહભરી દૃષ્ટિથી જોયું અને ઝડપથી તેઓ પોતાની કુટિર તરફ ચાલ્યા ગયા. હું પાછો ફર્યો. પરંતુ ઋષિકુમારે મારું હૃદય જીતી લીધું હતું. મને એ ઋષિકુમારમાં ઋષિદત્તાનાં જાણે દર્શન થતાં હતાં! ઋષિદત્તાના મૃત્યુ પછી જો મારું મન પ્રફુલ્લિત થયું હોય, આનંદિત થયું હોય, તો તે આજે જ! આ ઋષિકુમારના આકસ્મિક મિલને મારા સંતપ્ત હૃદય ઉપર ચંદન વિલેપન કર્યું હતું. For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું હું મારી કુટિરમાં આવ્યો, ભોજનાદિ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ આરામ કરવા પલંગમાં આડો પડ્યો. મારું મન ઋષિકુમારમાં ખોવાયેલું હતું. મને વિચાર આવ્યો : “શું આ ઋષિકુમાર મારી સાથે કાવેરી ન આવે? જો એ મારી સાથે રહે, કાયમ માટે મારી સાથે રહે તો.... કેવું આફ્લાદક એનું વ્યક્તિત્વ છે? કેવી ઊંડી એની તત્ત્વસમજણ છે! એની આંખોમાં સ્નેહ છલકાય છે, એની વાણીમાં અમૃત ઊભરાય છે. હું એને મારી સાથે આવવા માટે જરૂર આગ્રહ કરીશ...' પરંતુ એ ઋષિકુમાર છે! વૈરાગી છે! સંસારત્યાગી છે! શું એ મારી સાથે આવવા સંમત થશે? ભલે, મને એમના પ્રત્યે પ્રેમ થઈ ગયો, પરંતુ એમને મારા પ્રત્યે પ્રેમ જાગ્યો છે કે કેમ, એ તો હું જાણતો નથી! ઋષિ-મુનિઓ વિરક્ત હોય છે. તેઓ સંસારી જીવો પ્રત્યે અનુરાગી બનતા હોતા નથી.... તો શું મેં વિરક્ત આત્મા સાથે પ્રેમ કરીને ભૂલ કરી? પણ.... મેં પ્રેમ કર્યો જ નથી ને? પ્રેમ થઈ ગયો છે... પૂર્વજન્મના સંસ્કારના કારણે જ પ્રેમ થઈ ગયો છે. જેમ મને એમના પ્રત્યે પ્રેમ થયો, તેમ એમને મારા પ્રત્યે પ્રેમ નહીં થયો હોય? કાલે હું એમને પૂછીશ... ના ના, કાલે શા માટે? આજે સંધ્યા સમયે ભગવાન ઋષભદેવનાં દર્શન કરવા જઈશ, ત્યારે એ ઋષિકુમારને મળીશ અને પૂછીશ. કદાચ એ કહેશે કે : “મને તમારા પ્રત્યે સ્નેહ નથી જાગ્યો!' તો? તો પણ હું એમને મારી સાથે ચાલવા વિનંતી કરીશ. ઋષિ-મુનિને ભલે સંસારી જીવો પ્રત્યે સ્નેહ કે પ્રેમ ન હોય, પરંતુ કરુણા તો હોય ને? વાત્સલ્ય હોય ને? તેઓ કઠોર કે નિષ્ફર તો ન હોઈ શકે. હું એમને કહીશ, “મારા તરફ કરુણાભાવ રાખીને પણ મારી સાથે ચાલો... હું તમારો ઉપકાર માનીશ!' એ કોમળ હૃદયના ઋષિકુમાર છે..... મારી પ્રાર્થનાને અવગણશે તો નહીં જ! વિચારો કરતાં કરતાં હું નિદ્રાધીન થઈ ગયો. For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ સૂર્ય અસ્ત થઈ ગયો હતો. દૂર દૂર ક્ષિતિજે રંગબેરંગી ચૂંદડી ઓઢી લીધી હતી. વિવિધરંગી વિહંગો પોતપોતાના માળા તરફ આવી રહ્યાં હતાં. સમગ્ર પ્રકૃતિ પ્રસન્નતાથી પુલકિત હતી. આમેય આશ્રમનો આ પ્રદેશ પ્રકૃતિની શ્રેષ્ઠ ભેટ હતી. તેમાંય સંધ્યાના ટાણે તો આ પ્રદેશના પાષાણોમાંથી પણ સંગીત રેલાતું હતું. એક એક કુમળા છોડવામાંથી હાસ્ય વેરાતું હતું. | જિનાલયનું શ્વેત શિખર અને એના ઉપર ઊંડી રહેલી ધજા... ભૂલાભટકતા પથિકોને જાણે રાહ ચીંધતી હતી : અહીં આવો, અહીં તમને શાંતિ મળશે, આનંદ મળશે.... સાચો માર્ગ મળશે... જીવનનું અમૃત મળશે....” હું મારી વસ્ત્રકુટિરમાંથી બહાર નીકળી, એક સ્વચ્છ મેદાનમાં આવીને ઊભો હતો. પ્રકૃતિના સૌંદર્યદર્શને મારાં તન-મનને પ્રફુલ્લિત કરી દીધાં હતાં. મારે મારા આરાધ્ય દેવાધિદેવ ભગવાન ઋષભનાં દર્શન કરવા જવું હતું. અને સાથોસાથ ઋષિકુમારને મળીને, મારી સાથે કાવેરી આવવા માટે એમને મનાવી લેવા હતા. હું મંદિરે પહોંચ્યો. મંદિરના પ્રથમ સોપાને જ મેં એ સુકોમળ છતાં ધીરગંભીર ઋષિકુમારને ઊભેલા જોયા. હું ત્વરાથી આગળ વધ્યો અને ઋષિકુમારને અભિવાદન કર્યું. ઋષિકુમારે પણ જમણો હાથ ઊંચો કરી, મુખ પર સ્મિત ફરકાવી મારું સ્વાગત કર્યું. રાજ કુમાર, હું તમારી રાહ જોતો જ અહીં ઊભો છું. ચાલો, આપણે પરમાત્માની આરતી ઉતારીએ!” ખૂબ આભાર આપનો, આરતી ઉતારવામાં મને આનંદ થશે.” “હૃદયની અરતિ પણ દૂર થશે!' ઋષિકુમારે મારી સામે જોયું, થોડુંક સ્મિત વેર્યું અને મારો હાથ પકડી મંદિરનાં સોપાન ચઢવા માંડ્યા. ઋષિકુમારે મારો હાથ પકડ્યો હતો... મને તેમના કરસ્પર્શથી રોમાંચ થઈ ગયો. એ સ્પર્શ મને અત્યંત પ્રિય લાગ્યો. એ સ્પર્શમાં જેમ કોમળતા હતી, તેમ ન સમજી શકાય એવું મધુર સંવેદન હતું. મને ક્ષણભર એમ થયું કે “ઋષિકુમાર મારો હાથ ન છોડે તો સારું!' પરંતુ નિસિહી' બોલીને, બે હાથ જોડીને, મસ્તક નમાવીને મંદિરમાં અમે પ્રવેશ કર્યો... એમણે મારો હાથ છોડી દીધો હતો. For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું | ઋષિકુમારે આરતી તૈયાર કરી અને મારા હાથમાં આપી... મેં ભક્તિપૂર્ણ હૃદયે પરમાત્માની આરતી ઉતારી, મારું હૃદય આનંદથી છલકાવા લાગ્યું..... ઋષિદત્તા સાથે હું આરતી ઉતારતો હતો, ત્યારે મને આવા જ આનંદનો અનુભવ થતો હતો. મારી સ્મૃતિમાં ઝબકારો થયો ને એ ઝબકારામાંથી ઋષિદત્તાની આકૃતિ ઊપસી આવી. મેં ઋષિદત્તાને પરમાત્માના ચરણે નમન કરતી જોઈ! ચાલો રાજકુમાર, આપણે હવે આશ્રમમાં જઈએ.” ઋષિકુમારના શબ્દોએ મને સ્વપ્નલોકમાંથી બહાર કાઢ્યો. અમે પુનઃ પરમાત્માને પ્રણામ કર્યા અને મંદિરની બહાર આવ્યા. સોપાનપંક્તિ ઊતરીને પ્રણામ કર્યા અને મંદિરની બહાર ઊભા રહ્યા.... ક્ષણભર અમે બંને મૌન રહ્યા. આજે તમે મારી સાથે મારી કુટિરમાં આવશો?' ઋષિકુમારને બે હાથ જોડી નતમસ્તકે વિનંતી કરી. કેમ? શા માટે?” મારે તમારી સાથે ઘણી વાતો કરવી છે. આજની રાત તમે મારી સાથે જ વિતાવો, એવી મારી ઇચ્છા છે.' ઋષિકુમારની સામે જોયું. રાત્રિનો અંધકાર ગાઢ થતો જતો હતો, નજીકના મારા પડાવની બહારની મશાલોનો ઝાંખો ઝાંખો પ્રકાશ આશ્રમમાં આવતો હતો. ચાલો કુમાર, હું તમારો આગ્રહ ટાળી શકતો નથી.' મને ખૂબ હર્ષ થયો. ઋષિકુમારને ભેટી પડવાનું મન થઈ ગયું. પણ મર્યાદાના બંધને મને વાર્યો. ગમે તેમ તોય એ ત્યાગી પુરુષ હતા અને હું ભોગી પુરુષ હતો. એ ઋષિ હતા, હું સંસારી જીવાત્મા હતો. મારા પ્રેમના અતિરેકમાં ઔચિત્યભંગ ન થઈ જાય, એની મને જાગૃતિ હતી. અમે બંને મારી પર્ણકુટિરમાં આવ્યા. પ્રહરીઓએ અમને નમન કર્યું અને તેઓ કુટિરથી થોડે દૂર જઈને એમના નિયત સ્થાને ઊભા રહી ગયા. મેં ઋષિકુમારને દુગ્ધપાન કરવા પ્રાર્થના કરી, પરંતુ તેમણે કહ્યું : “હું રાત્રિના સમયે ભોજન નથી કરતો. દુગ્ધપાન પણ નથી કરતો, જલપાન પણ નથી કરતો.” બહુ સહજ ભાવે તેમણે કહ્યું. મેં પણ દુગ્ધપાન કરવાનું માંડી વાળ્યું. પાણી પી લીધું અને અમે બંને એક જ કાષ્ઠાસન પર બેઠા. મેં કાષ્ઠાસન પહેલેથી જ મારી કુટિરમાં ગોઠવેલું હતું. કુટિરમાં બે સુંદર દીપકોનો પ્રકાશ પથરાયેલો હતો. For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ‘ખરેખર ઋષિકુમાર, આ ભૂમિપ્રદેશ. આ આશ્રમની ધરતી મને ખૂબ ગમે છે. હું પૂર્વે પણ આ આશ્રમમાં આવેલો છું. કેટલોક સમય અહીં રહેલો છું...” જ્યારે રાજર્ષિ જીવંત હતા, ત્યારે આવ્યા હશો?’ હા, રાજર્ષિના અગ્નિપ્રવેશનો હું સાક્ષી છું.' “એમ? તો એમની પુત્રી...' હા, એમની પુત્રી ઋષિદત્તાની સાથે મેં જ અહીં પાણિગ્રહણ કરેલું અને એને રથમર્દન નગરે લઈ ગયેલો.” “અત્યારે તમારી સાથે પત્ની નથી, કેમ?” ઋષિકુમારના આ પ્રશ્ન મને હચમચાવી નાંખ્યો. હૈયે થડકાર થયો અને આંખો ભીની ભીની થઈ ગઈ. હું ઋષિકુમારને શો જવાબ આપું? “ના, તે મારી સાથે નથી.” મારો સ્વર પણ ભીનો થઈ ગયો હતો. કુમાર, આ વાત તમારી વ્યક્તિગત કહેવાય એટલે મારે ન પૂછવું જોઈએ. છતાં પૂછીને તમારા દિલને મેં દુઃખી કર્યું છે. મને ક્ષમા...” મેં ઋષિકુમારના મુખ ઉપર હાથ દઈને આગળ બોલતા અટકાવી દીધા અને મેં કહ્યું : “હે આત્મીય બંધુ, તમે પૂછી શકો છો. મારા જીવનની એક-એક વાત પૂછી શકો છો. તમારા પ્રશ્નથી મને દુઃખ નથી થયું, પરંતુ ઋષિદત્તાની રમૃતિ મને પલ-પલ, ક્ષણ-ક્ષણ રડાવે છે.” મારા ઉત્તરીય વસ્ત્રથી મેં મારી આંખો લૂછી. મારા રૂંધાયેલા કંઠને સાફ કરવા થોડુંક પાણી પીધું અને સ્વસ્થ બન્યો. ઋષિકુમાર, ઋષિદત્તાને મેં મારું હૃદય નિચોવીને પ્રેમ આપ્યો. પરંતુ એની રક્ષા ન કરી શક્યો, હું નિ:સત્ત્વ અને નમાલો સિદ્ધ થયો.” ઋષિકુમારના મુખ પર ગ્લાનિ, આશ્ચર્ય અને વેદનાના મિશ્ર ભાવો તરી આવ્યા. તેઓ મારી સામે એકીટસે જોઈ રહ્યા હતા. મને આશ્વાસન અને મૌન સહાનુભૂતિ આપી રહ્યા હતા. મેં તેમને ઋષિદત્તા પર કેવું કલંક આવ્યું, જોગણના કહેવાથી પિતાજીએ કેવી રીતે તપાસ કરાવી, કેવી રીતે ઋષિદત્તા પર જુલ્મ કરવામાં આવ્યો, જલ્લાદો કેવી રીતે એને સ્મશાનમાં લઈ ગયા, એ બધી જ વાત કહી સંભળાવી. એ પછીના મારા દિવસો કેવા દુઃખપૂર્ણ, વેદનાપૂર્ણ અને ઋષિદત્તાના જ વિચારોમાં વ્યતીત થયા, એ પણ રડતી આંખે કહી દીધું. મારું હૃદય કંઈક હળવાશ અનુભવવા લાગ્યું. For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮. પાંપણે બાંધ્યું પાણિયારું ત્યાર પછી કાવેરીપતિના આગ્રહથી, રુક્મિણી સાથે લગ્ન કરવા માટે પિતાજીએ માતાજી દ્વારા કેવો આગ્રહ કરાવ્યો – એ બધી વાતો પણ સ્પષ્ટતાથી કરી. મનિકુમારની સામે મારું હૃદય ખૂલી ગયું હતું. છેવટે મેં કહ્યું : “મારા હૃદયમાં રુક્મિણી પ્રત્યે કોઈ પ્રેમ જાગ્યો નથી. માત્ર માતાના આગ્રહથી અને પિતાજીના બંધનમાંથી છૂટવા માટે જ, કાવેરી જવાનું મેં સ્વીકાર્યું છે. માર્ગમાં આ આશ્રમ આવતો હોવાથી, અને આશ્રમનું પ્રબળ આકર્ષણ મારા હૃદયમાં હોવાથી હું કાવેરી જવા નીકળ્યો છું. અને ખરેખર, આ આશ્રમમાં આવવાથી મને બહુ મોટો લાભ થયો છે - તે લાભ છે તમારું આકસ્મિક મિલના” લગભગ એક પ્રહર સુધી મેં મારી કરુણ કથની ઋષિકુમારને કહી હશે. ઋષિકુમારે સંપૂર્ણ મૌન ધારણ કરીને, ખૂબ લાગણીપૂર્વક મારી વાત સાંભળી - પછી તેઓ બોલ્યા : કુમાર, ખરેખર તમારા જીવનની આ બહુ મોટી કરુણતા કહેવાય. પરંતુ આ સંસારમાં આવું બધું બની શકે. પાપકર્મના ઉદય કોઈ જીવને છોડતા નથી. ઋષિદરાનાં એવાં કોઈ પાપકર્મનો ઉદય આવ્યો. અને એ નિર્દોષ સ્ત્રીને અસહ્ય યાતનાઓ ભોગવવી પડી. મૃત્યુના મુખમાં ધકેલાઈ. અલબત્ત, તમારા હૃદયમાં એ વાતનું ઘોર દુઃખ થાય, તે સ્વાભાવિક છે, પરંતુ હવે તમે સ્વસ્થ બની જાઓ. ઋષિદત્તાનો દેહ નષ્ટ થયો હશે. એનો આત્મા તો અમર છે! આત્માનો આત્મા સાથેનો પ્રેમ જ અખંડ રહી શકે છે.” થોડી ક્ષણો મૌન છવાયું. રાત્રિના બે પ્રહર પૂરા થઈ ગયાં હતાં. હજુ મારે ઋષિકુમારને મહત્ત્વની વાત કહેવાની તો બાકી જ હતી. મેં મારી એ વાત પ્રસ્તુત કરી : હવે મારી આપને એક વિનંતી છે.” કુમાર, હવે તમારે વિનંતી કરવાની ન હોય, હું તમને મારા આત્મીય મિત્ર માનું છું. મિત્રની પાસે વિનંતી ન હોય.' શું ખરેખર તમને મારા પ્રત્યે પ્રેમ જાગ્યો છે, ઋષિકુમાર?” ઋષિકુમારના બંને હાથ મારા બે હાથમાં જકડી લઈ એમની અત્યંત નિકટ જઈને પૂછયું. કુમાર, તમને જ્યારથી જોયા છે, ત્યારથી તમારા પ્રત્યે હૃદયમાં પ્રેમ જાગી ગયો છે. જો કે એક ઋષિ તરીકે મને તમારા પ્રત્યે કે બીજા કોઈ પણ સંસારી જીવ પ્રત્યે પ્રેમ ન થવો જોઈએ. છેવટે પ્રેમ એ પણ એક બંધન છે અને બંધન એ જ સંસાર છે. મુક્તિમાર્ગના મુસાફરને બંધનો બાંધવાનાં ન હોય, તોડવાનાં હોય. છતાં, મને તમારા પ્રત્યે સ્નેહ જાગી ગયો છે એ સાચું છે.' For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું. ઋષિકુમારની વાત સાંભળી મારી આંખો હર્ષનાં આંસુઓથી ભીની થઈ ગઈ. ઋષિકુમારનો આભાર માનવાના મને શબ્દો ન જડ્યા.... ત્યાં ઋષિકુમારે મને પૂછ્યું : કહો, તમારે શું કહેવું છે?' ‘તમે મારી સાથે ચાલો!” સીધી જ વાત કહી દીધી. ક્યાં?' “કાવેરી!” કાવેરી? લગ્નમાં? રુક્મિણી સાથેનાં તમારાં લગ્નમાં?” “હા.” “એક ઋષિકુમાર તરીકે લગ્નપ્રસંગમાં આવવું અનુચિત કહેવાય.' ભલે અનુચિત કહેવાય, મારી ખાતર... એક દુઃખી... સંતપ્ત મિત્રની ખાતર અનુચિત કાર્ય પણ ઉચિત કહેવાશે.' એવું ન બોલો કુમાર, તમારા મનને શાંતિ મળે, પ્રસન્નતા મળે, એ માટે મારાથી શક્ય બધા જ પ્રયત્નો મારે કરવા જોઈએ, પરંતુ આ તો મેં મારી ઋષિઅવસ્થાનું ઔચિત્ય-અનૌચિત્ય બતાવ્યું.” તો પછી સાથે આવશો ને? હા કહી દો, ઋષિકુમાર!' ઋષિકુમારે આંખો બંધ કરી દીધી. એમના મુખ ઉપર ગંભીરતા છવાઈ ગઈ. એ ઊંડા વિચારમાં ખોવાઈ ગયા. હું એમના પ્રત્યુત્તરની રાહ જોતો.... ઉત્સુક હૃદય અને આતુર નયને એમની સામે જોતો જ રહ્યો. થોડી ક્ષણો વીતી, તેમણે આંખો ખોલી. મારી સામે જોયું. એમની આંખોમાં મેં ઋષિદત્તાનો પ્રેમ જોયો!ઋષિદત્તાનો આદર જોયો.... એવી જ નિર્દોષતા... એવી જ કોમળતા.... એવી જ સ્નેહની ભીનાશ! તેઓ બોલ્યા : કમાર, માનો કે હું તમારી સાથે કાવેરી આવું, પરંતુ રુક્મિણી સાથે તમારાં લગ્ન થઈ ગયા પછી હું તમારી સાથે નહીં રહી શકું.” કેમ? શાથી ન રહી શકો?” ‘છેવટે તમે રાજકુમાર છો. તમારા પિતાજી રાજા છે.... એક ષ સાથેની.... એક વનવાસી સાથેની મિત્રતા તેમને ન ગમે, રુક્મિણીને પણ ન ગમે અને જ્યાં કોઈના દિલને દુઃખ થતું હોય ત્યાં મારાથી... એક ઋષિકુમારથી ન રહેવાય.” For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ८० પાંપણે બાંધ્યું પાણિયારું ક્ષણભર માટે મને આંચકો લાગ્યો. ઋષિકુમારની વાતમાં મને સત્યાંશ લાગ્યો, કદાચ મારા પિતાજી વિરોધ કરે તો? કદાચ ઋષિકુમારનું અપમાન કરી દે તો? ઋષિદત્તા સાથે મારા પિતાજીએ કરેલા દુર્વ્યવહારની પુનરાવૃત્તિ થઈ જાય તો? પણ મેં ઋષિકુમારને કહ્યું : ‘તમે કાવેરી સુધી તો ચાલો. વળતાં આપણે આ જ રસ્તેથી પસાર થવાનું છે. એ વખતે, જો ૨થમર્દનનગર આવવું ઠીક ન લાગે તો તમે અહીં રોકાઈ જજો....' ઋષિકુમારે મારી સામે જોયું. તેમના મુખ પર સ્મિત આવી ગયું. તેમણે કહ્યું: Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘કુમાર, સાથે રહેવાથી આપણી મિત્રતાનો સ્નેહ દૃઢ થઈ જશે.... પછી જ્યારે જુદા પડવાનું આવશે ત્યારે વિયોગની વેદના કેવી થશે, તેનો વિચાર કર્યો છે? તમે તો રાજમહેલમાં રહેશો.... જ્યારે મારે તો પુનઃ આશ્રમનું એકલવાયું જીવન જીવવાનું.... માટે સાથે આવવાનો આગ્રહ છોડી દો તો સારું!' ‘ના, સાથે આવવાનું જ છે. આગળની વાત આગળ ઉપર આપણે વિચારીશું! એવું જ લાગશે તો હું મારો એક મહેલ આશ્રમમાં બંધાવી દઈશ! જ્યારે નગરમાં નહીં ગમે, તો અહીં આવીને રહીશ! જ્યારે તમે બોલાવશો, ત્યારે હજાર કામ પડતાં મૂકીને આવી જઈશ!' મારા અત્યંત આગ્રહથી ઋષિકુમારે મારી સાથે આવવાનું કબૂલ્યું. મારા આનંદની અવિધ ન રહી. રાત્રિનો ત્રીજો પ્રહર ચાલી રહ્યો હતો. અમે બંને સાથે જ પલંગમાં સૂઈ ગયા, ઋષિકુમારે મારા કાન પાસે મુખ લાવીને કહ્યું : ‘કુમાર, તમે મને તમારો રાગી બનાવી દીધો!' ‘અને તમે તો મારું હૃદય જ હરી લીધું. તેનું શું?’ ‘હવે એ હૃદય પાછું નહીં મળે હોં!' ‘ભલે!’. ‘પછી પેલી બિચારી રુક્મિણીને શું આપશો?' ‘એને હૃદય વિનાનો માત્ર દેહ આપીશ!' અમારી મૈત્રીની મધુરતા માણતા અમે નિદ્રાધીન થઈ ગયા. For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ બ્રાહ્મ મુહૂર્તના સમયે ઋષિકુમારે મને જગાડ્યો અને કહ્યું : “કુમાર, ચાલો આપણે સ્નાનાદિથી નિવૃત્ત થઈ પરમાત્મા ઋષભદેવનું પ્રભાતકાલીન પૂજન કરી લઈએ.” ઋષિકુમાર, તમારું કથન ઉચિત છે. પરમાત્મપૂજન કરીને પછી આપણે અહીંથી કાવેરી તરફ પ્રસ્થાન કરીએ.'ઋષિકુમારની સાથે હું આશ્રમમાં ગયો. ત્યાંથી અમે બંને સરોવર કિનારે ગયા અને સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પરિધાન કરી, પરમાત્માના મંદિરે પહોંચ્યા. રસ્તામાં ઋષિકુમારે સુગંધી પુષ્પો ચૂંટી લીધાં હતાં. શુદ્ધ જલથી પરમાત્માની અભિષેક પૂજા કરીને, ખૂબ ભક્તિભાવથી અમે પરમાત્માનાં અંગે પુષ્પ ચઢાવ્યાં. પૂજન કરતાં મારું શરીર રોમાંચિત થઈ ગયું. આંખો હર્ષનાં આંસુઓથી છલકાઈ ગઈ. મેં જ્યારે મારાં ઉત્તરીય વસ્ત્રથી આંખો લૂછી, ત્યારે ઋષિકુમારે મારી સામે જોઈ લીધું. અમે સાથે જ પરમાત્માની સ્તવના કરી અને મંદિરની બહાર આવ્યા. ઋષિકુમારે મંદિરનાં પગથિયાં ઊતરતાં મને પૂછ્યું : કુમાર, હજુ તમારી હૃદયવ્યથા હળવી થઈ નથી ને?' "એવું અનુમાન તમે કેવી રીતે કર્યું?” ‘તમારી આંખો જ બોલી રહી છે!' ઋષિકુમાર, આંખોમાં વ્યથાનાં આંસુ નહોતાં આવ્યાં, કાંઈ ન સમજાય તેવા સુખદ સંવેદનનાં એ આંસુ હતાં!' “તો તો નજીકના ભવિષ્યમાં તમને કોઈ વિશિષ્ટ લાભ થવો જોઈએ!” એમ? સાચી વાત છે તમારી નજીકના ભવિષ્યમાં જ રુક્મિણીનો લાભ થવાનો છે!' “મારું કહેવાનું તાત્પર્ય એ છે કે તમને કોઈ પ્રિય વસ્તુનો, પ્રિય વ્યક્તિનો લાભ થાય! જો મિણી તમને પ્રિય છે, તો તેનો લાભ થવાનો જ! મેં ધર્મગ્રંથોમાંથી જાણ્યું છે કે પરમાત્માનાં દર્શન-પૂજન કરતાં જો રોમાંચ થાય, હર્ષનાં આંસુ આવે તો ઇષ્ટપ્રાપ્તિ થાય છે, પ્રિયપ્રાપ્તિ થાય છે!” For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૨ પાંપણે બાંધ્યું પાણિયારું ઋષિકુમારની વાત સાંભળીને હું ગંભીર બની ગયો. ઋષિકુમારની હસતી મુખમુદ્રા સામે એકીટસે જોઈ રહ્યો. તેમના બંને હાથ પકડી લઈ મેં કહ્યું : “ઋષિરાજ! મારા જીવનમાં ઋષિદત્તા સિવાય કોઈ પ્રિય નથી... કોઈ ઇષ્ટ નથી.... કહો, એની પ્રાપ્તિ થશે મને? ઋષિકુમારે મારી સામે જોયું. અર્થસૂચક સ્મિત કર્યું અને મારો હાથ પકડી ચાલવા માંડ્યું. છાવણી ઉઠાવી લેવામાં આવી હતી અને પ્રયાણ માટે સેના તૈયાર ઊભી હતી. મારા સુશોભિત રથને બે શ્વેત અશ્વો જોડી દેવામાં આવ્યા હતા. પૂર્વ દિશામાંથી સૂર્યનાં તેજકિરણો પ્રસરી રહ્યાં હતા. ચાર-પાંચ મૃગશાવકો પણ મારા રથની પાસે કુતૂહલથી આવી ઊભાં હતાં. ઋષિકુમારે એ મૃગશાવકોનાં મુખડાં પંપાળ્યાં અને અમે બંને રથારૂઢ થયા. મારા રથની આગળ એક નાનકડી અશ્વસેના ચાલી રહી હતી. રથની પાછળ અશ્વસેના અને પાયદળ પણ હતાં. હજુ કાવેરીનો ત્રણ દિવસનો રસ્તો બાકી હતો, પરંતુ ઋષિકુમારનો સંગાથ મળવાથી અમારો માર્ગ શીઘ્રતાથી કપાતો જતો હતો. મુનિ કુમાર સાથે એવી આત્મીયતા કેળવાઈ ગઈ હતી કે હું મુક્ત મનથી એમની સાથે વાતો કરતો હતો. આજે સવારે મંદિરનાં પગથિયાં ઊતરતાં એમણે કરેલી વાત હજુ મારા મનમાં ઘૂમરાતી હતી, એમાંય એમણે વાપરેલો ધર્મગ્રંથ' શબ્દ મને ખાસ યાદ રહી ગયો હતો. એમની પાસે ધર્મગ્રંથોનું જ્ઞાન છે, એ હું સમજી શક્યો હતો, એટલે મેં મારા મનમાં ઘુમરાતો પ્રશ્ન એમને પૂછયો: નિકુમાર, મને એ વાત સમજાવો કે નિર્દોષ અને નિરપરાધી ઋષિદત્તા પર આવું કલંક કેમ આવ્યું? એના પર આવો જુલ્મ શાથી થયો?” | ઋષિકુમારે મારી સામે જોયું. આંખો બંધ કરીને બોલવા માંડ્યું : “કુમાર, આ સંસાર.. આ દુનિયા અનાદિ છે અને એમાં રહેલા જીવો પણ અનાદિ છે. મનથી, વાણીથી અને કાયાથી જીવો સારાં-નરસાં કામ કરે છે. એ મુજબ એ જીવો પુણ્યકર્મ અને પાપકર્મ બાંધે છે. એ બાંધેલાં કર્મનું ફળ એ જ જીવનમાં મળે, એવો નિયમ નથી. પછીના ગમે તે જન્મમાં એ કર્મો ઉદયમાં આવે છે અને એનું ફળ જીવોને મળે છે. પુણ્યકર્મના ઉદયથી સુખ મળે છે, પાપકર્મના ઉદયથી દુ:ખ મળે છે. પાપકર્મના ઉદય વિના દુઃખ ન જ આવે.” For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું. વર્તમાન જીવનમાં મનુષ્ય કોઈ અપરાધ ન કર્યો હોય, કોઈ ખરાબ આચરણ ન કર્યું હોય છતાં પૂર્વજન્મોનાં પાપકર્મ ઉદયમાં આવે તો તે મનુષ્યના જીવનમાં દુઃખ આવે જ. એવી રીતે, વર્તમાન જીવનમાં મનુષ્ય ઘણાં ખરાબ કામ કરતો હોય છતાં જો પૂર્વજન્મનાં પુણ્યકર્મ ઉદયમાં આવે તો તેને વર્તમાન જીવનમાં સુખ મળે જ!' ઋષિકુમારે મારી સામે જોયું.... મેં કહ્યું : “ઋષિકુમાર, તમે એમ કહેવા માગો છો કે ઋષિદત્તાને જે દુઃખ આવ્યું, તે તેના પૂર્વજન્મનાં પાપકર્મોનાં ઉદયથી આવ્યું? હા, તદ્દન સાચું! પૂર્વજન્મોમાં.... કોઈ પણ જીવનમાં એના આત્માએ કોઈ નિર્દોષ જીવાત્મા ઉપર કલંક મૂકીને, એવું પાપકર્મ બાંધેલું હોવું જોઈએ! એ સિવાય એના ઉપર આવું કલંક ન આવે!” એણે પૂર્વજન્મમાં કોના ઉપર કલંક મૂક્યું હશે?” “એ તો કોઈ અવધિજ્ઞાની કે કેવળજ્ઞાની જ બતાવી શકે! મારી પાસે એવું વિશિષ્ટ જ્ઞાન નથી.... માટે હું ન બતાવી શકું.” “તો શું જેના ઉપર ઋષિદત્તાના આત્માએ પૂર્વજન્મમાં કલંક મૂકેલું હશે, એ જ જીવાત્માએ આ જીવનમાં ત્રષિદના ઉપર કલંક મૂકેલું હશે?” એવો નિયમ નથી, કુમાર! કલંક મૂકનાર કલંકિત બને! બીજી કોઈ વ્યક્તિ દ્વારા પણ કલંકિત બને!' ‘કલંક મૂકનાર.... નિર્દોષને દોષિત સિદ્ધ કરનાર સ્વયં કલંકિત બને ? શું એવો ચોક્કસ નિયમ જ છે? ના, કલંક મૂકનાર મનુષ્યને કલંક મૂક્યા પછી ભાન થાય, કે મેં આ ખોટું કામ કર્યું છે, નિર્દોષને-અકલંકને ખોટી રીતે રંજાડ્યો છે... અને તે ક્ષમા માગે, પશ્ચાત્તાપ કરે અને પ્રાયશ્ચિત્ત કરે તો એણે બાંધેલાં પાપકર્મ તૂટી પણ જાય!” હું મૌન રહ્યો. મારા માટે આ તત્ત્વજ્ઞાનની વાતો નવી હતી. છતાં હું એ વાતોને સારી રીતે સમજી રહ્યો હતો, ઋષિકુમારની વાતો બુદ્ધિગમ્ય હતી. કારણ વિના કાર્ય ન જ બને, એ વાત સમજાય એવી હતી. હું જાણતો હતો કે વર્તમાન જીવનમાં ઋષિદત્તાએ કોઈનાય ઉપર ખોટું આળ મૂકેલું ન હતું. કોઈ પણ જીવાત્મા પર એણે કલંક મૂકેલું ન હતું... છતાં એના ઉપર કલંક આવ્યું હતું... એની પાછળ કોઈ કારણ તો હોવું જ જોઈએ! એ કારણ જાણવાનું જ્ઞાન મારી પાસે ન હતું. ઋષિકુમાર પાસે પણ એવું જ્ઞાન ન હતું... એટલે એ જિજ્ઞાસા એમ ને એમ જ રહી. For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૪ પાંપણે બાંધ્યું પાણિયારું ઋષિકુમાર, હવે તો એનું એ પાપકર્મ ભોગવાઈ ગયું હશે ને?' આપણે અનુમાન કરી શકીએ કે એનું એ પાપકર્મ ભોગવાઈ ગયું હોવું જોઈએ. નિશ્ચયાત્મક રીતે ન કહી શકીએ, જો પૂરું ન ભોગવાયું હોય તો અધૂરું ભોગવવું પણ પડે... બીજા ભવમાં કે આ ભવમાં!” આ ભવમાં તો હવે એ કેવી રીતે ભોગવવાની? જલ્લાદોએ એને મોતને ઘાટ ઉતારી દીધી....' ‘કુમાર, હવે તમે એ દુઃખદ ઘટનાને યાદ ન કરો. ભૂલી જાઓ!' “આ જીવનમાં હું એ ઘટનાને ભૂલી નહીં શકું.... ઋષિકુમાર! હું સમજું છું કે એ ઘટનાઓ યાદ કરવાથી મને ઋષિદત્તા મળવાની નથી, છતાં એ યાદ આવી જ જાય છે. એને ભૂલવાનું મારું સામર્થ્ય નથી.' એવી દુ:ખદાયી સ્મૃતિઓને વાગોળતાં વાગોળતાં લગ્ન કરવા જવાનું?' આ લગ્ન માત્ર પિતૃઆજ્ઞાનું પાલન માટે જ છે. મારું હૃદય આ લગ્નને સ્વીકારી શકવાનું નથી. આ લગ્નનો મહોત્સવ ભલે રુકિમણીને આનંદ આપે, મને તો વિષાદ જ થવાનો છે.” કુમાર, આ સંસારમાં હર્ષ અને વિષાદ, ખુશી અને નાખુશી, આનંદ અને ઉદ્વેગનાં અસંખ્ય દ્વન્દ્ર ચાલ્યા જ કરે છે. આ સંસારસાગરમાં રાગ અને દ્વેષનાં મોજાં ઊછળ્યા જ કરે છે! એમાં ક્યાંય શાશ્વત્ શાંતિ નથી, અવિનાશી આનંદ નથી. માટે જ વીતરાગ પરમાત્મા સંસારને - સંસારના ગુણોને ત્યાજ્ય કહે છે ને?' સાચી વાત છે તમારી, ઋષિકુમાર! દ્વન્દ્રોમાં અશાંતિ જ હોય, નિર્લેન્દ્રોમાં જ શાંતિ મળે. છતાં દ્વન્દ્રોમાં મન ખેંચાય છે. સંસારનાં ક્ષણિક સુખોનું આકર્ષણ તૂટતું નથી.” મધ્યાહુનનો સૂર્ય માથે આવ્યો હતો. ભોજન માટે અમારી યાત્રા સ્થગિત થઈ હતી. છાવણી નંખાઈ ગઈ હતી. ઋષિકુમારની સાથે હું મારી વસ્ત્રકુટિરમાં જઈને ભોજનની રાહ જોતો બેઠો હતો. અમે બંનેએ એક જ થાળમાં ભોજન કર્યું. એક ઘટિકા વિશ્રામ કર્યો અને ત્યાંથી અમારી યાત્રા આગળ વધી. રથમાં અમે બંને પાસે પાસે જ બેઠા હતા. થોડોક સમય મૌનમાં પસાર થયો, પછી ઋષિકુમારે જ મૌનનો ભંગ કર્યો. તેમણે કહ્યું : For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પાંપણે બાંધ્યું પાણિયારું ૯૫ ‘કુમાર, મને સમજાતું નથી કે તમારા પ્રત્યે મારું મન આટલું બધું કેમ અનુરાગી બની ગયું? મારા જીવનમાં આટલો પ્રેમ બીજા કોઈ સાથે મેં કર્યો નથી!' ‘પૂર્વજન્મનો આપણો કોઈ સ્નેહસંબંધ હશે!' ‘એમ જ માનવું પડે!' ‘પણ તમારા માટે જુદી વાત છે!' ‘શી?’ Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘તમને મારા પ્રત્યે જે અનુરાગ છે, તેના કરતાં વધુ અનુરાગ ઋષિદત્તા પ્રત્યે છે! અથવા કહો કે ઋષિદત્તા તરફ વધુ અનુરાગ હતો.... ખરું ને?' ‘તમારી વાત તમારી દૃષ્ટિએ સાચી હશે, પરંતુ મને એમ લાગે છે કે તમારા પ્રત્યે મને એટલો જ અનુરાગ થઈ ગયો છે કે જેટલો ઋષિદત્તા તરફ હતો! અંતર છે માત્ર દેહનું. એ સ્ત્રી હતી, તમે પુરુષ છો! તમારી સાથે મિત્રતાનો અનુરાગ છે, ઋષિદત્તા સાથે પત્નીનો અનુરાગ હતો.' ‘પુરુષ સાથેના પ્રેમ કરતાં સ્ત્રી સાથેનો પ્રેમ પ્રગાઢ નથી હોતો?' ‘એવો નિયમ નથી. ક્યારેક સ્ત્રી સાથેના પ્રેમ કરતાં પુરુષ સાથેનો પ્રેમ વધુ પ્રગાઢ હોય છે! શ્રીરામને સીતાજી પ્રત્યે પ્રેમ હતો, પરંતુ એના કરતાંય વધુ પ્રગાઢ સ્નેહ લક્ષ્મણજી સાથે હતો. લક્ષ્મણના મૃતદેહને છ-છ મહિના સુધી પોતાના ખભે લઈને અયોધ્યાની ગલીઓમાં એ ફર્યા હતા! જ્યારે સીતાજીએ સંસારનો ત્યાગ કરી સાધ્વીજીવન સ્વીકાર્યું ત્યારે શ્રીરામે કલ્પાંત પણ નહોતો કર્યો!' ‘કુમાર, તમે ખરેખર વિચક્ષણ પુરુષ છો.’ ‘અને તમે? સાચા તત્ત્વજ્ઞાની પુરુષ છો.’ અમે બંને મૌન થઈ ગયા. બંનેનાં હૃદય વધુ નિકટ આવી ગયાં હતાં. હું અત્યંત આંતરસુખ અનુભવી રહ્યો હતો, પરંતુ મારું નબળું હૃદય શંકાશીલ બની ગયું હતું. જેવી ઘટના.... દુર્ઘટના ઋષિદત્તા સાથે બની ગઈ, તેવી દુર્ઘટના આ ઋષિકુમાર સાથે તો નહીં બને ને? અથવા તો આ ઋષિકુમાર મને ત્યજી તો નહીં જાય ને? કાવેરીથી જ એ મને છોડી જાય તો? મારા હૈયે ફાળ પડી.... મારા મુખમાંથી નિસાસો સરી પડ્યો... ઋષિકુમારે મારી સામે જોયું, ‘કેમ અચાનક મુખ પર વિષાદ છવાઈ ગયો?’ For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું મારી આંખો ભીની થઈ ગઈ હતી અને મારો કંઠ રૂંધાઈ ગયો હતો. ઋષિકુમારે હળવે હાથે મારી આંખો લૂછી નાખી અને મારા માથે હાથ ફેરવવા માંડ્યો. પછી મને મધુર શબ્દોમાં કહેવા માંડ્યું : “કુમાર, ભૂતકાળ સતાવે છે કે ભવિષ્યની કોઈ ચિંતા વ્યથિત કરે છે?' ભવિષ્યની અનિષ્ટ કલ્પનાએ વ્યથિત કર્યો છે.” હું જાણી શકું એ કલ્પના?’ ‘અવશ્ય. એ કલ્પનાના પાત્ર તમે જ છો!' તો તો હું જ તમારી વ્યથામાં નિમિત્ત બન્યો.” એ વ્યથાને તમે જ દૂર કરી શકો એમ છો.” મારાથી શક્ય હશે તો જરૂર હું પ્રયત્ન કરીશ.' ‘તમે મને કહી દો કે માર ત્યાગ કરીને ચાલ્યા નહીં જાઓને!” ઋષિકુમારે અનંત આકાશ તરફ દષ્ટિ સ્થિર કરી. તે ઊંડા વિચારોમાં ડૂબી ગયા. મુખ ઉપર ગંભીરતા છવાઈ ગઈ. મારું મન વધુ શકિત બની ગયું. મેં ઋષિકુમારના બંને હાથ પકડી લઈ પૂછ્યું : શું મેં અયોગ્ય વાત કરીને તમારા દિલને દુભાવ્યું છે?' ઋષિકુમારે મારી સામે જોયું. તેમના મુખ પર સ્મિત ફરક્યું. તેમણે કહ્યું : રાજ કુમાર, હું તમને કેવી રીતે છોડી શકીશ? હા, મારા નિમિત્તે તમને દુ:ખી થતા જોઈશ ત્યારે...” ઋષિકુમારના મુખ ઉપર હાથ દાબી દઈ તેમને બોલતા બંધ કરી દીધા. તમે એવું ન બોલો. તમારા નિમિત્તે મને દુઃખ થાય જ નહીં.” “કુમાર, આ સંસાર છે! દુઃખરૂપ સંસાર છે! પરિવર્તનશીલ સંસાર છે. આજે જે સુખરૂપ લાગે તે કાલે દુઃખરૂપ બની શકે! આજે જે દુ:ખરૂપ લાગે તે કાલે સુખરૂપ બની શકે! એટલે, આ સંસારમાં આવી બધી જ સંભાવનાઓ સમજીને, સ્વીકારીને જીવવું જોઈએ. તમે જ્યારે આશ્રમમાંથી ઋષિદત્તાનું પાણિગ્રહણ કરીને તમારા નગરમાં લઈ ગયા હતા ત્યારે તમને કલ્પના પણ હતી કે આવી દુર્ઘટના બનશે? બની ગઈ ને દુર્ઘટના?’ | ઋષિકુમારની એક એક વાત મારા સમગ્ર વ્યક્તિત્વને આંદોલિત કરતી હતી. એમનો એક એક શબ્દ મારા અંતરાત્માને રસતરબોળ કરતો હતો. મેં કહ્યું : For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ઋષિકુમાર, તમે ઋષિ છો ને? તમારા વિચારો, તમારું ચિંતન યથાર્થ જ છે, પરંતુ શું બધા મનુષ્યોના જીવનમાં આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે છે? પાપોદય પછી પુણ્યોદય પણ આવે ને? નહીંતર તમારું આકસ્મિક મિલન થાત જ કેવી રીતે? એક સુંદર રમણીય પ્રદેશમાં અમે આવી પહોંચ્યા હતા. કાવેરીના રાજ્યોનો આ પ્રદેશ હતો. અમારું સ્વાગત કરવા કાવેરીંપતિના માણસો ત્યાં ઉપસ્થિત હતા. કાવેરીપતિના મહામંત્રીએ અમારું અભિવાદન કર્યું અને કાવેરીપતિનો સંદેશો આપ્યો. કાવેરીમાં અમારી વાટ જોવાઈ રહી હતી. ભોજનાદિથી નિવૃત્ત થઈ અમે અમારી કુટિરીમાં વિશ્રામ કર્યો. મારું મન પ્રસન્નતાથી પુલકિત હતું. ઋષિકુમાર પણ આનંદવિભોર હતા. મારી પ્રસન્નતાથી મારા સૈનિકો અને મંત્રીઓ પણ પ્રસન્ન હતા. નિર્ધારિત દિવસે અમે કાવેરીનગરના દ્વારે પહોંચી ગયાં. For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧૭ મહારાજા સુરસુંદરે અમારું ભાવભીનું સ્વાગત કર્યું. ભવ્ય પ્રવેશમહોત્સવ ઊજવ્યો. અમને એક સુંદર શ્વેત મહેલમાં ઉતારો આપવામાં આવ્યો. મહારાજા સુરસુંદરે સ્વયં અમારી આગતા-સ્વાગતામાં ધ્યાન આપ્યું. મારી કુશળપૃચ્છા કરીને તેમણે કહ્યું : કુમાર, મહારાજા હેમરથે પ્રાર્થના સ્વીકારીને તમને મારી પુત્રી રુક્મિણી સાથે લગ્ન કરવા મોકલ્યા, તેથી મને ખૂબ આનંદ થયો. મહારાજા હેમરથનો નેહ હું નહીં ભૂલી શકું .” પોતાની પુત્રીની મનોકામના ફળી રહી હતી, એનો આનંદ સુરસુંદરના હૃદયમાં સમાતો ન હતો. એમની પોતાની એક મોટી ચિંતા દૂર થઈ હતી ને? યુવાન પુત્રીના લગ્ન ન થાય ત્યાં સુધી માતા-પિતાના હૈયે સતત ચિંતા સતાવતી રહેતી હોય છે. જ્યારે એ ચિંતા દૂર થાય છે ત્યારે માતા-પિતાના હૈયે નિરાંત વળે છે. મારી સાથે ઋષિકુમારને જોઈને મહારાજાએ પૂછ્યું : કુમાર, ઋષિરાજ કોણ છે અને આપની સાથે કેવી રીતે...?' . મહારાજા, આ ઋષિકુમાર મારા મિત્ર છે.... માર્ગમાં મળી ગયા.... મિત્રતા થઈ ગઈ અને સાથે લઈ આવ્યો!' મેં પ્રત્યુત્તર આપ્યો અને મહારાજા એ ઋષિકુમારની સામે જોયું. ઋષિકુમારના મુખ પર સ્મિત રમી રહ્યું હતું. હું હસી પડ્યો. મહારાજાના મુખ ઉપર પણ પ્રસન્નતા તરી આવી. કુમાર, મિત્રની પસંદગી તો ઘણી સારી કરી છે! “બાકૃતિઃ 5થતિ ગુન' - મનુષ્યની મુખાકૃતિ એના ગુણદોષો કહેતી હોય છે. ખરેખર, ઋષિકુમારનું વ્યક્તિત્વ જ એવું છે કે પ્રથમ મુલાકાતમાં મૈત્રી થઈ જાય.' મહારાજાએ અમારી સાથે જ ભોજન કર્યું. બધી જ વ્યવસ્થા ગોઠવી દીધી અને વિદાય લીધી. શ્વેત મહેલમાં હું અને ઋષિકુમાર જ હતા. અમારા પરિચારકો હતાં. એ સિવાયના મારા માણસોનો ઉતારો બીજા મહેલમાં આપવામાં આવ્યો હતો. એક જ મોટા પલંગમાં અમે બંનેએ શયન કર્યું. બીજા જ દિવસે રુક્મિણી સાથે લગ્ન કરવાનું હતું. ઋષિકુમારે મને કહ્યું : For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પાંપણે બાંધ્યું પાણિયારું ‘કુમાર, તમે રુક્મિણીને જોઈ છે ખરી?' ‘ના....’ મને ઋષિકુમારનો પ્રશ્ન સમજાયો નહીં. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૯ તો શું જોયા વિના જ એની સાથે લગ્ન કરશો? તમે ખરેખરા પિતૃભક્ત છો! લગ્ન કર્યા પછી પસંદ નહીં પડે તો શું કરશો?' ઋષિકુમાર હસી પડ્યા. હસવાનું રોકી કૃત્રિમ ગંભીરતા ધારણા કરી મેં કહ્યું: ‘શું તમને કોઈ રહસ્યભૂત સમાચાર મળ્યા છે? રુક્મિણીને કોઈ ખોડખાંપણ તો નથી ને? એવું કંઈ જાણવા મળ્યું હોય તો કહી દેજો! તો રાત્રે જ અહીંથી રવાના થઈ જઈએ!’ ‘એવા કોઈ સમાચાર નથી મળ્યા, પરંતુ આવા મહત્ત્વપૂર્ણ કામમાં ચોકસાઈ તો પૂરી કરી લેવી જોઈએ ને? લૂલી-લંગડી તો નહીં હોય, પરંતુ કદાચ શ્યામ હશે તો ગમશે ને?' હજુ ઋષિકુમાર હસતાં હસતાં જ વાત કરતા હતા. આજે તેઓના મુખ પર ખૂબ આનંદ છવાયેલો હતો. મેં તેમને કહ્યું : ‘ઋષિકુમાર, તો એટલું કામ આવતી કાલે તમે જ કરી દેજો ને! ભિક્ષાના બહાને રાજમહેલમાં પહોંચી જજો અને કહેજો કે ‘હું તો રાજકુમારી રુક્મિણીના હાથે જ ભિક્ષા ગ્રહણ કરીશ અને એને આશીર્વાદ આપીશ.' એક મિત્ર તરીકે આટલું કામ કરી આપો!' ‘એટલે મારી પસંદગી-નાપસંદગી તમારી પસંદગી-નાપસંદગી બની જશે? એક મુનિની પસંદગી અને એક રાજકુમારની પસંદગી - બંને વચ્ચે અંતર ન હોઈ શકે? અમારી પસંદગીનું માધ્યમ રૂપ નથી હોતું, ગુણ હોય છે! સંસારી માણસો રૂપના માધ્યમથી પસંદગી કરતા હોય છે!' ‘ઋષિદત્તામાં રૂપ અને ગુણ - બંનેનો સમન્વય હતો.’ ‘અત્યારે હું રુક્મિણીની વાત કરું છું, ઋષિદત્તાની નહીં! રુક્મિણીમાં રૂપ હશે પણ ગુણ નહીં હોય તો? ગુણ હશે અને રૂપ નહીં હોય તો?’ ‘ઋષિકુમાર, જવા દો ને આ બધી વાતો! મારે તો માત્ર એ રાજકુમારી સાથે લગ્ન કરીને રથમર્દન નગરમાં લઈ જવાની છે.... એને રહેવા માટે એક રાજમહેલ આપી દઈશ. નોકર-ચાકર આપી દઈશ.' For Private And Personal Use Only ‘અને તમે એની પાસે નહીં જાઓ એમ ને? એ વિશ્વાસઘાત નહીં કહેવાય? તમારા પિતાની ઇચ્છાને સંતોષવા ખાતર તમે એક સ્ત્રીના જીવન સાથે રમત નથી રમતા?' Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦, પાંપણે બાંધ્યું પાણિયારું ' 'તો રાજકુમારીએ મારી સાથે જ લગ્ન કરવાની હઠ ન કરવી જોઈએ ને? એ મારી સાથે જ લગ્ન કરવાની હઠ લઈને બેઠી છે.” રાજકુમાર, મને એ ઉચિત લાગે છે કે તમે રુક્મિણીને મળીને આ વાત સ્પષ્ટ કરો! તમારી વાત સાંભળીને પછી એ તમને પરણવાની હઠ રાખે તો વાંધો નહીં....' “હવે એને મળીને વાત કરવાનો અવકાશ જ ક્યાં છે?' “તો પછી એના પ્રત્યે તમે નિષ્ફર ન બનતા, રાજકુમાર!” હું ઋષિકુમાર સામે જોઈ રહ્યો. ઋષિકુમાર મારી સામે અનિમેષ નયને જોઈ રહ્યા હતા. અમે બંને મૌન થઈ ગયા. મને એ વાત ન સમજાઈ કે ઋષિકુમારના મનમાં રુક્મિણી માટે સહાનુભૂતિ કેમ છે? પરંતુ મેં મારા મનનું સમાધાન કર્યું : “ગમે તેમ તોયે એ વૈરાગી જીવ છે ને! કરુણા તો મુનિના હૈયામાં હોય જ! એ કરુણાથી પ્રેરાઈને ઋષિકુમારે આ વાતો કરી હોય.. કોઈને પણ દુ:ખ થાય, એવું ઋષિકુમાર ન જ ઇચ્છે!” મેં ઋષિકુમારને કહ્યું : ઋષિકુમાર, તમારી વાતને માન્ય કરું છું. રુક્મિણી પ્રત્યે નિષ્ફર વ્યવહાર નહીં રાખું.” ઋષિકુમારના મુખ પર સંતોષની રેખાઓ ઊપસી આવી. મને પણ સંતોષ થયો અને વાતો કરતાં કરતાં અમે નિદ્રાધીન થઈ ગયા. કાવેરીના એકેએક રાજમાર્ગને શણગારવામાં આવ્યો હતો. ઘેર ઘેર તોરણ બંધાયાં હતાં. માર્ગો પર સુગંધી જળ છાંટવામાં આવ્યું હતું. કાવેરીના પ્રજાજનોનો હર્ષ હિલોળે ચઢ્યો હતો. ઠેર ઠેર મંગલગીતો ગવાઈ રહ્યાં હતાં. રાજમહાલયનો શણગાર ચિત્તાકર્ષક હતો. રાજપરિવાર આનંદ-ઉલ્લાસમાં ઝૂમી રહ્યો હતો. રાજપુરોહિતે મંત્રોચ્ચાર કર્યા અને મેં રુક્મિણીનું પાણિગ્રહણ કર્યું. રુમિણી સાથે હું લગ્નગ્રંથિથી જોડાઈ ગયો. રથમાં બેસીને અમે અમારા શ્વેત મહેલમાં આવ્યાં. મેં મહેલમાં આવીને ઋષિકુમારને શોધ્યા, પરંતુ તે ન મળ્યા. પરિચારિકાઓએ કહ્યું : “તેઓ બહાર ગયા છે અને એમ કહીને ગયા છે કે હું કાલે સવારે પાછો આવીશ.” ઋષિકુમારના ઔચિત્યપાલન અને વ્યવહારદક્ષતા પર હું રાજી થયો. સાથે જ તેમના અલ્પકાલીન વિરહથી વ્યથિત પણ થયો. For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૧૦૧ રાત્રિની નીરવ શાંતિ હતી. ગીતવાજિંત્રોનો ધ્વનિ શાંત થઈ ગયો. મારા આવાસમાં દીપકો મંદ મંદ સળગી રહ્યા હતા. રુકિમણી મારી પાસે પલંગ પર બેઠી હતી. પરંતુ કોણ જાણે કેમ મારા હૃદયમાં એના પ્રત્યે અનુરાગ જ જન્મતો ન હતો. મેં જ્યારે એની સામે જોયું, એની આંખો મારા તરફ જ મંડાયેલી હતી. એના મુખ ઉપર સ્મિત રેલાયું. એ મારી નિકટ આવી અને એણે મને પ્રશ્ન કયો : નાથ. એ તપસ્વિની –ઋષિદત્તા એવી તે કેવી રૂપવતી હતી કે જેણે આપનું હૃદય હરી લીધું હતું? રુક્મિણીના પ્રથમ પરિચયે જ એનો આ પ્રશન સાંભળી હું સ્તબ્ધ થઈ ગયો. મારા મુખ પર ગંભીરતા છવાઈ ગઈ. આંખો બંધ થઈ ગઈ. મારી કલ્પનાસૃષ્ટિમાં ઋષિદત્તા ઉપસ્થિત થઈ ગઈ. મારું હૃદય વિહ્વળ બની ગયું. મેં રુકિમણીને કહ્યું: તું ઋષિદત્તાના રૂપનું વર્ણન સાંભળવા ઇચ્છે છે ને? તો સાંભળ. મેં એના જેવું રૂપ આ દુનિયામાં બીજી કોઈ સ્ત્રીનું જોયું નથી. મને લાગે છે કે સાક્ષાત્ કામદેવની પત્ની પણ ઋષિદત્તાની દાસી બનવાનું પસંદ કરે! નાગલોકની દેવીઓ પણ ઋષિદત્તાના ચરણોની રજ માથે ચઢાવવાનું પસંદ કરે!” મેં આખો ખોલીને રુક્મિણી સામે જોયું. તો એનો ચહેરો ઊતરી ગયો હતો! એની આંખો ઝીણી થઈ ગઈ હતી.... એ પોતાના બે હાથ મસળી રહી હતી. એને કહ્યું : મારું પરમ સૌભાગ્ય હતું કે મને એ રાજર્ષિ-કન્યા પત્ની તરીકે મળી, પરંતુ મારું એ સૌભાગ્ય દેવને ન ગમ્યું. ઋષિદત્તા સંકટમાં મુકાઈ અને મને એનો વિરહ થયો.” શું આપને હજુ ઋષિ દત્તા યાદ આવે છે?” રુક્મિણીએ પ્રશ્ન કર્યો. ઋષિદત્તાની સ્મૃતિ તો મારા શ્વાસે શ્વાસે વણાઈ ગઈ છે. હું એને ક્યારેય ભૂલી ન શકું. આ તો એક દૈવયોગ છે કે એનો વિરહ થયો અને તારી સાથે લગ્ન થયાં.” તો શું આપને મારા પર પ્રેમ....” પ્રેમ? ઋષિદરા સિવાય કોઈ સ્ત્રી પ્રત્યે મારા હૈયે પ્રેમ જાગવો અશક્ય લાગે છે....' For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ પાંપણે બાંધ્યું પાણિયારું તો શું એ ઋષિદત્તાની આગળ હું કાંઈ જ નથી?” રુકિમણી પલંગ પરથી ઊભી થઈ ગઈ અને રોષથી બોલી ઊઠી. : ‘તું? ઋષિદત્તાની આગળ તારું કોઈ અસ્તિત્વ જ નથી.” મારું તો અસ્તિત્વ તમારી સામે જ છે, તમારી એ ઋષિદત્તાનું અસ્તિત્વ નામશેષ થઈ ગયું! કેવી કલંકિત બની ગઈ તમારી એ પ્રિયતમા? એ રાજસભામાં આવેલી યોગિની સુલતાને તમે જોઈ હતી ને? એ યોગિનીને મેં જ મોકલી હતી!” મિણીની વાત સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. મારાં રૂંવાડા ખડાં થઈ ગયાં. હું ફાટેલી આંખે એને જોઈ રહ્યો. એ બોલતી જ રહી.... “જ્યારે તમે કષિદરાને પરણીને પાછા વળી ગયા, કાવેરી ન આવ્યા, મને સમાચાર મળ્યા... મારું સુખ ઝૂંટવી લેનારી એ જંગલની જોગણને હું સુખમાં મહાલવા દઉં? મેં સુલતાને સાધી. એ મંત્ર-તંત્રમાં પારંગત જોગણા છે. કેવી રીતે ઋષિદત્તાને ફસાવવી એની રૂપરેખા મેં જ એને આપી હતી..! - રોજ રાત્રે એનું મુખ લોહીથી ખરડાતું હતું ને? એના ઓશીકે માંસના ટુકડા મળતા હતા ને? રોજ નગરમાં એક માણસની હત્યા થતી હતી ને? એ હત્યાનો આરોપ તમારી એ પ્રિયતમા પર આવ્યો ને? મારું સુખ ઝૂંટવી લેનારની આ જ દુર્દશા થાય!” રોષથી લાલચોળ બની ગયેલી રુક્મિણી હાંફી રહી હતી. મારું માથું ફાટી રહ્યું હતું.... શરીરની નસો તંગ થઈ ગઈ હતી – લોહી ગરમાગરમ થઈ ગયું હતું.... હાથ ધ્રૂજી રહ્યા હતા... સારું હતું કે શયનખંડમાં તલવાર પડી નહોતી... નહીંતર એ જ ક્ષણે હું સ્ત્રીહત્યા કરી બેસત. હું પલંગ પરથી ઊભો થઈ ગયો. એના બંને હાથ મારા બે હાથમાં જોરથી જકડીને મેં રાડ પાડી : “અરે દુષ્ટા.... પાપિણી.... તેં જ આવું ભયંકર કુકર્મ કરાવ્યું? એ ગુણવતી અને રૂપવતી ઋષિદત્તાનો વધ કરાવ્યો? એ મહાસતીના પ્રાણ લઈ લીધા? ખરેખર, તેં તારી જાતને તો નરકમાં નાંખી, સાથોસાથ મને પણ નરકમાં પટકી દીધો. તારો સ્વાર્થ સાધવા માટે તેં કેવું અઘોરી કૃત્ય કર્યું?' મેં દાંત ભીંસ્યાં. એક હાથે એના બે હાથ જકડીને બીજા હાથે એના વાળ પકડીને એને હચમચાવી નાંખી.... પલંગ ઉપર પટકીને હું શયનગૃહની બહાર આવી ગયો. For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ પાંપણે બાંધ્યું પાણિયારું. મારું હૃદય ઘોર વ્યથાથી વલોવાઈ રહ્યું હતું. હું અસહ્ય-અકથ્ય વેદનાથી વ્યાકુળ બની ગયો. આવું દાણ સ્ત્રીચરિત્ર? પોતાનો સ્વાર્થ સાધવા માટે આ સ્ત્રી આટલી હદે ગઈ? શું આ એનો મારા પ્રત્યેનો પ્રેમ? ના, ના, પ્રેમ નહીં, નરી વાસના... નરી વિષયાંધતા.... જો આને મારા પ્રત્યે પ્રેમ હોત તો એ મારા સુખનો વિચાર કરત. એણે મારો કોઈ વિચાર જ ન કર્યો. એણે તો નિર્દોષ ઋષિદત્તાનો કાંટો કાઢી નાંખવાનું ઘોર પાપ આચર્યું. વિચાર્યું : “આ ઋષિદત્તા રાજ કુમાર પાસેથી દૂર ન થાય ત્યાં સુધી એ કુમાર મને પરણવા નહીં જ આવે. મારે એ રાજકુમારને જ પરણવું છે. એ કુમારની હું વાગ્દત્તા છું. કુમાર મારી છે. એને એ આશ્રમની કન્યા કેવી રીતે મોહિત કરી લે?' એની જાતીય વાસના વિકૃત બની ગઈ અને એણે નિર્દોષ ઋષિદત્તાનો ભોગ લીધો. પરંતુ આમ કરીને શું એ મને મેળવી શકશે? શું લગ્ન કર્યા એટલા માત્રથી એને મારો પ્રેમ મળી જવાનો છે? આવી દુષ્ટા... અધમ નારી ઉપર પ્રેમ થાય? અરેરે.... ઋષિદત્તા... મારા નિમિત્તે તારો વધ થયો. તું આ પાપિણી. રુક્મિણીના પર્યંત્રનો ભોગ બની ગઈ. તારા વિનાનું મારું જીવન વ્યર્થ બની ગયું છે. હવે મારે કોના માટે જીવવાનું? હવે જીવીને મારે શું કરવું છે? ના, હવે હું જીવી જ નહીં શકું. ચિતામાં પડીને પ્રાણત્યાગ કરીશ..... હું પુનઃ શયનખંડમાં ગયો. રુક્મિણી પલંગમાં ઊંધી પડી રહી હતી. એણે એનું મોટું સાડીમાં છુપાવી દીધું. મેં એને કહ્યું : “તું તારે મજેથી જીવજે. ખૂબ રાજી થજે. જે માર્ગે ઋષિદત્તા ગઈ એ જ માર્ગે હું જઈશ. પ્રભાતે ચિતામાં પ્રવેશ કરીને પ્રાણ નો ત્યાગ કરીશ.' રુક્મિણી સફાળી બેઠી થઈ ગઈ. પલંગથી નીચે ઊતરી મને વળગવા આવી. મેં એને બે હાથે ધક્કો મારીને પલંગ પર પછાડી દીધી. ધુત્કારી કાઢી અને કહ્યું : “અરે પાપિણી, હું તારું મોઢું જોવા પણ નથી ઇચ્છતો. મને અડવાનો જરાય પ્રયત્ન ન કરીશ....” હું રુકિમણીને ત્યાં જ છોડી, બહાર આવ્યો. મહેલના ઝરૂખામાં જઈને ઊભો. પૂર્વ દિશામાં અરુણોદય થઈ ગયો હતો. For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસારની કેવી વિટંબણા? પોતાના સુખની ખાતર મનુષ્ય બીજા મનુષ્યને ઊંડી ખીણમાં ધકેલી દે છે! પોતાના સુખમય જીવનની ખાતર બીજા જીવાત્માને મોતના કૂવામાં ફેંકી દે છે! આવા ઘોર સ્વાર્થી સંસારનું મારે શું કામ છે? મારે નથી જોઈતું આવું કલંકિત સુખ. હું રુક્મિણીને સ્પર્શ તો ન કરી શકું, એનું રૂપ પણ જઈ ન શકું. એણે કરેલો અક્ષમ્ય.... અસહ્ય અપરાધ હું માફ કરી શકું નહીં... સાથે જ, મારે એને કોઈ સજા પણ કરવી નથી. મને હવે જીવનનો પણ મોહ નથી... કોના માટે જીવવાનું? જેના સંગે જીવનનો ઉમંગ હતો તે ઋષિદતા હવે મને મળે એમ નથી..... હું... કાયર... નિસત્ત્વ એને મૃત્યુદંડથી બચાવી ન શક્યો, તો હવે મને જીવવાનો અધિકાર નથી.' હું શૂન્યમનસ્ક બની ગયો. મેં મારા અનુચરને બોલાવી કહી દીધું : “નગરની બહાર ચિતા ખડકી દો. હું અગ્નિસ્નાન કરીશ.” અનુચર સ્તબ્ધ બની ગયો. એને કાંઈ સમજાયું નહીં. એ ત્યાં જ ઊભો રહ્યો. મેં એને પુનઃ કહ્યું : તું વિલંબ ન કર. જલદી જા અને ચિતા ખડકી દે.' એની આંખો આંસુ સારવા લાગી. તે રડી પડ્યો. એના રુદનનો અવાજ સાંભળી રાજમહેલના બીજા અનુચરો અને પરિચારિકાઓ દોડી આવ્યાં. સહુ મૌન ઊભાં રહી ગયાં. “ના ના, મહારાજ કુમાર, એમ ન કરો.... અગ્નિસ્નાનનો વિચાર ત્યજી દો. આપણે આજે જ રથમર્દન નગરે ચાલ્યા જઈએ.' ના, હવે પિતાજી પાસે પણ નથી જવું. ક્યાંય નથી જવું. તું ચિતા બનાવી દે. હવે હું જીવવા સમર્થ નથી.” પરિચારકો પરિસ્થિતિ પામી ગયાં. તેઓ દોડતા રાજા સુરસુંદર પાસે ગયા. સમાચાર જાણીને રાજા સુરસુંદર શીધ્ર મારી પાસે દોડી આવ્યા. હું રાજમહેલનાં પગથિયાં ઊતરી રહ્યો હતો. રાજાએ મને તેમના બાહુપાશમાં જકડી લીધો. મને તેઓ મહેલમાં લઈ આવ્યા. બધા પરિચારકોને દૂર કરી રાજાએ મને ખૂબ વાત્સલ્યથી કહ્યું : “કુમાર, હું કોઈ કારણ જાણતો નથી કે તમારે અગ્નિસ્નાન શા માટે કરવું છે, પરંતુ તમારે આવું સ્ત્રીસુલભ અકાય ન કરવું જોઈએ. ગમે તેવા દુઃખમાં પણ પરાક્રમી પુરુષ આપઘાતનો વિચાર ન કરે. તમે સ્વસ્થ બનો.' For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૧૦૫ મેં કહ્યું : ‘રાજન્, હવે સ્વસ્થ બનવું મારા માટે શક્ય નથી. મને જીવવાનો રસ નથી. ઝૂરી ઝૂરીને જીવવા કરતાં હું મોતને વધુ પસંદ કરું છું. તમે મને આ નિર્ણયનું કારણ ન પૂછશો.' મહારાજા સુરસુંદરની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. ગદ્ગદ્ કંઠે તેઓ બોલ્યા : ‘કુમાર, અચાનક એવું શું બની ગયું? મારું કેવું દુર્ભાગ્ય? હું મહારાજા હેમરથને શું મોઢું બતાવીશ? ના, ના, કુમાર, હું તમને કોઈ પણ સંયોગમાં અગ્નિસ્નાન નહીં કરવા દઉં.’ અમારી વાત ચાલતી હતી ત્યાં ઋષિકુમારે અમારા ખંડમાં પ્રવેશ કર્યો, પરંતુ તેઓ દ્વા૨માં જ ઊભા રહી ગયા. મહારાજા બોલી ઊઠ્યા : પધારો પધારો.... ઋષિકુમાર. તમે કુમારને છોડીને ક્યાં ચાલ્યા ગયા હતા?’ મહારાજાએ ઊભા થઈને ઋષિકુમારનું સ્વાગત કર્યું. ઋષિકુમાર આવીને મારી પાસે પલંગ પર બેસી ગયા. તેમણે મારી સામે જોયું. મારી દૃષ્ટિ જમીન પર જકડાઈ ગઈ હતી. મહારાજાએ ઋષિકુમારને કહ્યું : ‘ઋષિકુમાર, આ તમારા મિત્ર અગ્નિસ્નાન કરવા તૈયાર થયા છે. તમે એમને સમજાવો. તમે જ સમજાવી શકશો.' મેં જોયું તો રાજાની વાત સાંભળીને ઋષિકુમાર હસી રહ્યા હતા! તેમણે મને કહ્યું : ‘કુમાર, આ શું વાત છે? મારી અનુપસ્થિતિમાં આવો નિર્ણય કેમ લઈ લીધો?' મેં ઋષિકુમારની સામે જોયું, ઋષિકુમારે મહારાજા સામે જોઈને તેઓને ખસી જવા ઇશારો કર્યો. મહારાજા ત્યાંથી ઊઠીને ચાલ્યા ગયા. ઋષિકુમાર મારી નિકટ આવ્યા. મારા બંને હાથ તેમના બે હાથમાં પકડી તેમણે ખૂબ સ્નેહપૂર્ણ શબ્દોમાં કહ્યું : ‘કુમાર, શું બન્યું? જો મારાથી છુપાવવા જેવું ન હોય તો કહો.' મારી દૃષ્ટિમાં દૃષ્ટિ પરોવીને તેમણે વાત કરી. મારી આંખો સજલ બની ગઈ હતી. કંઠ અવરુદ્ધ થઈ ગયો હતો. મેં ગદ્ગદ્ સ્વરે કહ્યું : ‘મુનિકુમાર, તમને શું કહું ? તમારાથી મેં મારા જીવનની કોઈ વાત છુપાવી નથી કે છુપાવવી નથી, પરંતુ જે ઘટના બની ગઈ છે તે એટલી બધી દુઃખદ છે કે તમને કહીને દુ:ખી કરવાના....’ 'ભલે, મિત્રના દુઃખે દુઃખી થવામાં પણ આનંદ સમાયેલો હોય છે! મને વાત ક૨વાથી તમારું દુઃખ હળવું થશે.' For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ પાંપણે બાંધ્યું પાણિયારું રાજમહેલના વાતાયનોમાંથી પ્રભાતકાલીન તડકો મહેલમાં આવી ગયો હતો. મારાં બધાં જ પ્રભાતિક કાર્યો બાકી હતાં, અસ્વસ્થતા, ઉદ્વેગ, સંતાપ અને ઉત્તેજનાથી હું ઘેરાયેલો હતો છતાં, ઋષિકુમારનું સાન્નિધ્ય મારા મનને ગમતું હતું. મને લાગતું હતું કે અમાસની ઘોર અંધારી રાત્રિ જેવા મારા જીવનમાં એક તારો ચમકી રહ્યો છે. મેં મુનિ કુમારને કહ્યું : “નિકુમાર, આજે રાત્રે એક ગુપ્ત ભેદ ખૂલી ગયો! ઋષિદત્તા અકલંક સિદ્ધ થઈ ગઈ. તે માનવભક્ષી ન હતી. તેના ઉપર ઇરાદાપૂર્વક કલંક મૂકવામાં આવ્યું હતું.....!' “શું વાત કરો છો કુમાર? આ તમે કેવી રીતે જાણ્યું? કોની પાસેથી જાણ્યું?' મુનિ કુમારે વિસ્ફારિત નયને આતુરતાથી પૂછ્યું. મેં જાણ્યું રુકિમણી પાસેથી. સમગ્ર ષડયંત્ર રુકિમણી રચનારી હતી...' હેં?' મુનિકુમાર પલંગમાંથી ઊભા થઈ ગયા. મેં તેમનો હાથ પકડી તેમને મારી પાસે બેસાડ્યા અને કહ્યું : રુક્મિણીએ સુલસા નામની યોગિનીના સહકારથી ઋષિદરાને કલંકિત કરી હતી. મારા નગરમાં રોજ માનવહત્યા કરનારી એ યોગિની હતી. ઋષિદરાનું મુખ લોહીથી લેપનારી અને એના ઓશીકે માંસના ટુકડા મૂકનારી એ યોગિની હતી!' “યોગવિદ્યાનો આવો ભયંકર દુરુપયોગ?' હા, અયોગ્ય અને અપાત્ર જીવો કોઈ પણ શક્તિનો સદુપયોગ કરી શકતા નથી. પોતાને મળેલી શક્તિઓનો દુરુપયોગ કરી સ્વયં પોતાનો જ વિનિપાત સર્જે છે!' “સાચી વાત છે તમારી, કુમાર! યોગિનીએ પોતાના તુચ્છ સ્વાર્થથી પ્રેરાઈને આવું ભયાનક કુકર્મ કર્યું... નિર્દોષ ઋષિદત્તાને..' મોતની ખીણમાં ધકેલી દીધી.... મુનિવર, મારા હૃદયમાં એની જ ઘોર વેદના છે... રુક્મિણીએ મને મેળવવા માટે, મારી સાથે લગ્ન કરવા માટે ઋષિદત્તાનું કાસળ કઢાવી નાંખ્યું અને આ વાતનું એને અભિમાન છે! એ લે છે આવા કરપીણ કૃત્ય પર ગૌરવ!” ઋષિકુમાર આંખો બંધ કરી ગંભીર વિચારમાં ડૂબી ગયા હતા. હું મૌન થઈ ગયો. મારું હૃદય સળગી રહ્યું હતું. મન રડી રહ્યું હતું. ઋષિકુમારે આંખો ખલી, મારી સામે જોયું.... મેં કહ્યું : “ઋષિકુમાર, હવે મને જીવવાનો કોઈ રસ નથી. ઋષિદનાનો વિરહ મને અતિ વ્યાકુળ બનાવી રહ્યો છે. હું અગ્નિસ્નાન કરીશ.' For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૭ પાંપણે બાંધ્યું પાણિયારું ‘કુમાર, આ સંસાર જ દુઃખમય છે! અગ્નિસ્નાન કરવાથી તમે સંસારથી તો મુક્તિ મેળવી શકવાના નથી. ફરીથી ક્યાંક જન્મ લેવો પડશે. ત્યાં વળી બાંધેલાં પાપકર્મોનું ફળ ભોગવવું પડશે! આપઘાત એ દુ:ખથી છૂટવાનો માર્ગ નથી, વધુ દુઃખી થવાનો માર્ગ છે.' હું મુનિ કુમારની વાત સાંભળતો રહ્યો. મારી પાસે પ્રત્યુત્તર ન હતો. મુનિ કુમારે કહ્યું : કુમાર, શું તમે એમ માનો છો કે આપઘાત કરવાથી તમને બીજા ભવમાં ઋષિદત્તા મળી જશે? એવી ભ્રમણામાં ન રહેશો. આ અનંત સંસારમાં કોઈ જીવ કઈ ગતિમાં જાય છે, તો કોઈ જીવ વળી કઈ ગતિમાં જાય છે! એમાંય આપઘાત કરનારની તો પ્રાયઃ દુર્ગતિ જ થાય છે. માટે આવો અયોગ્ય વિચાર ન કરો. વળી તમે જ્યારે આશ્રમમાં મને મળ્યા ત્યારે મને શું કહીને સાથે લાવ્યા છો? તમારી આવી વાતથી મારા હૃદયને કેટલું દુઃખ થાય, તેનો તમે વિચાર કર્યો?' “નિકુમાર, મને ક્ષમા કરો.... તમને હું જરાય દુઃખી કરવા નથી ઇચ્છતો, પરંતુ..” પરંતુ બરંતુ કાંઈ નહીં, તમારે આપઘાત કરવાનો નથી. જો તમે જીવતા હશો તો ક્યારેક ઋષિદત્તા મળી આવશે!” કેવી અસંભવિત વાત કરો છો મનિકુમાર? હવે આ ભવમાં ઋષિદત્તા મને કેવી રીતે મળશે? એ જીવતી હોય તો મળે ને? પરંતુ શું મૃત્યુ પામેલી એ પુનઃ જીવંત બની શકે ખરી!” હા કુમાર, તમારા આવા અપૂર્વ સત્ત્વથી અને શ્રદ્ધાથી એ પુનર્જીવિત પણ થાય!' ફરીથી બોલો, મુનિવર ફરીથી બોલો. શું તમે એને ક્યાંય જોઈ છે? એ જીવિત છે, એવા સમાચાર તમને મળ્યા છે? તમે બોલો, ઋષિકુમાર.... મને તમારા પર પૂર્ણ શ્રદ્ધા છે. તમારી વાતને હું સત્ય માનું છું.” હું પલંગ પરથી ઊભો થઈ ગયો. ઋષિકુમારના ખભા પકડીને મેં તેમને આજીજી કરી. ઋષિકુમારના મુખ પર સ્મિત ખીલી ઊઠ્યું. તેમણે મને કહ્યું : કુમાર, તમે વચન આપો પહેલાં, કે તમે આપઘાત નહીં કરો, અગ્નિસ્નાન નહીં કરો.. પછી બીજી વાત કરું.' મેં ઋષિકુમારને વચન આપ્યું. ઋષિકુમારે કહ્યું : કુમાર, હું મારા જ્ઞાનથી જાણું છું કે ઋષિદત્તા ક્યાં છે.” For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ પાંપણે બાંધ્યું પાણિયારું “શું એ જીવિત છે?” મેં અત્યંત ઉત્સુકતાથી પૂછ્યું. હા કુમાર! એ જીવિત છે!” મને લલચાવો નહીં, મુનિકુમાર, તુર્ત જ કહી દો... એ ક્યાં છે?” રાજ કુમાર, ચાર દિશાઓના ચાર અધિપતિ હોય છે, તે તમે જાણો છો ને? તેમાં જે દક્ષિણ દિશાના અધિપતિ છે, તેમના નગરમાં ઋષિદના જીવિત છે.” “એને હું કેવી રીતે લાવી શકું?' એ માટે કુમાર, મારે મારી જાતને ત્યાં મૂકવી પડે! મારા મિત્રની ખાતર હું મારી જાતને ત્યાં સમર્પી દઈશ. અને ઋષિદત્તા ત્યાંથી મુક્ત થશે. તમને મળી જશે ‘ઋષિકુમાર, હું તમને શું આપું? મારો આત્મા તમને સમર્પી દઉં છું..... તમારો ઉપકાર કોઈ જન્મમાં નહીં ભૂલું....' તમારો આત્મા તમારી પાસે રાખો, કુમાર, પરંતુ મારી એક વાત તમે માનશો?' એક નહીં, તમારી બધી જ વાત માનીશ પણ હવે તમે વિલંબ ન કરો.....' તો, હું જ્યારે તમારી પાસે વચન માગું ત્યારે તમારે તે આપવાનું અવશ્ય, હું પ્રતિજ્ઞા કરું છું.” ભલે! તો હું હવે જાઉં છું, તમને થોડી જ ક્ષણોમાં તમારી દ્રષિદત્તા મળી જશે... તમારું કુશળ થાઓ! તમે સુખી થાઓ!” એમ કહીને ઋષિકુમાર ત્યાંથી ચાલ્યા ગયા. મેં બે હાથ જોડ્યા, મસ્તક નમાવ્યું. એમના ભવ્ય સમર્પણને હું હૃદયથી વંદી રહ્યો. એમની નિઃસ્વાર્થ મૈત્રી ઉપર હું ઓવારી ગયો. હું મારા શયનખંડમાં ઋષિદત્તાની પ્રતીક્ષા કરતો બેઠો હતો! મૃત ઋષિદત્તા મને જીવંત સ્વરૂપે મળવાની હતી. જેના મિલનનું મને સ્વપ્ન પણ નહોતું આવ્યું.... તેનું મિલન... યથાર્થ મિલન થવાનું હતું. થોડી ક્ષણોમાં જ આ અપૂર્વ... રોમાંચક ઘટના બનવાની હતી! મારો વિષાદ ઓગળી ગયો હતો. મારો પરિતાપ શાંત થઈ ગયો હતો. મારાં રોમેરોમે રોમાંચનાં ફૂલ ખીલી ગયાં હતાં. કોઈ અવ્યક્ત આનંદ મારા હૃદયમાંથી ઊભરાઈ રહ્યો હતો. મહેલના ઝરૂખે મેના ને પોપટ આવીને બેસી ગયાં હતાં. મોરના શોર શરૂ થઈ ગયા હતા. મહેલમાં જીવંતતા ભાસતી હતી. દીવાલો પર અંકિત ચિત્રપટો For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૧૨૯ ચેતનવંતા બની ગયાં હતાં. હું પલંગ પરથી ઊભો થયો. ઋષિદત્તાનું સ્વાગત કરવા જ જાણે હું શયનખંડના દ્વાર સુધી ગયો! અને આ કોણ? ઋષિદત્તા? મારી આંખો વિસ્ફારિત થઈ ગઈ. મારા બે હાથ પ્રસારિત થઈ ગયા. હું આગળ વધ્યો. | ઋષિએ મને પ્રણામ કર્યા. મેં ધારીધારીને જોયું. એ ઋષિદત્તા જ હતી. મેં મારી આંખોને મસળી. ઉત્તરીય વસ્ત્રથી સાફ કરીહા, એ ઋષિદત્તા જ હતી, મારી ભ્રમણા ન હતી. હું કંઈ બોલું તે પહેલાં તો તેણે જ મારી કુશળતા પૂછી “નાથ, આપ કુશળ છો ને?' દેવી, તમને પુનઃ પ્રાપ્ત કરીને કુશળ જ નહીં, કૃતાર્થ બની ગયો....! મને તમે મળ્યાં એટલે જીવન મળ્યું...' હું ઋષિદત્તાની સાથે મહેલની અટ્ટાલિકામાં ગયો. ખુલ્લા આકાશની નીચે અમે બંને ઊભાં હતાં, ત્યાં આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. એક દિવ્ય ધ્વનિ ગુંજી ઊઠ્યો : “મારતી ઋષિd Mયતુ!' આ દિવ્ય ઘટના જોઈને મહારાજા સુરસુંદર રાજમહેલમાં દોડી આવ્યા. મેં તેઓને કહ્યું : “ઋષિકુમારની અપૂર્વ કૃપાથી મને મારી ઋષિદત્તા મળી ગઈ છે!” મહારાજા અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેઓએ નગરવાસીઓને આ વાત કહી, નગરજનો ઋષિદત્તાને જોઈને અનહદ આનંદિત થઈ ગયા. મહેલની પરિચારિકાઓનો વાર્તાલાપ મારા કાને અથડાયો: ‘આવી પ્રિયાને ખાતર રાજ કુમાર અગ્નિસ્નાન ન કરે તો કોના માટે કરે? કેવું અદ્ભુત રૂપ છે ઋષિદત્તાનું? આની આગળ રુક્મિણી કાંઈ જ નથી. સુવર્ણની આગળ નર્યું લોઢું!” મહારાજા સુરસુંદરે મને કહ્યું : “રાજકુમાર, ઋષિદત્તાની સાથે મારા પટ્ટહસ્તી પર બિરાજમાન થાઓ અને મારા રાજમહેલને પાવન કરો.” વિવિધ વાદ્યો સાથે અને હજારો નગરજનો સાથે નગરમાં અમારી શોભાયાત્રા નીકળી. મારું મન.... મારાં નયન.... ઋષિદત્તામાં પરોવાયેલાં હતા. મારા મનમાં જિજ્ઞાસાઓનો સાગર ઘૂઘવી રહ્યો હતો. મારી જિહ્વા ઋષિદત્તા સાથે પ્રેમાલાપ કરવા આતુર બની ગઈ હતી.... પરંતુ મારી પાસે જ મહારાજા સુરસુંદર બેઠા હતા. હું મૌન હતો, ઋષિદત્તા પણ મૌન હતી. છતાં એ મૌનમાં મધુરતા હતી. અમારાં હૃદયોનો પરસ્પર વાર્તાલાપ તો ક્યારનોય શરૂ થઈ ગયો હતો! For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઋષિદત્તાની અચાનક પ્રાપ્તિ થવાના નિરવધિ આનંદમાં મારો પહાડ જેવડો વિષાદ ઓગળી ગયો! મારું જીવનઆકાશ નિરભ્ર બની ગયું હતું. પ્રિયજનનો સંયોગ માનવહૃદયને હર્ષથી કેવું ઝંકૃત કરી દે છે, એનો મને પ્રત્યક્ષ અનુભવ થયો. | ઋષિદના કેવી રીતે જીવંત રહી - એ જાણવાની જિજ્ઞાસાને હૃદયમાં દાબીને હું એકાંતનો અવસર શોધતો હતો! પરંતુ અમે – હું અને ઋષિદત્તા સુરસુંદરના મહેમાન બન્યાં હતાં. મહારાજા સુરસુંદર પ્રફુલ્લિત બન્યા હતા. એનું કારણ ઋષિદના મને મળી આવી, એ નહીં હોય પરંતુ મેં આપઘાત કરવાનો વિચાર પડતો મૂકી દીધો, એ હોવું જોઈએ. મારું અગ્નિસ્નાન એમના માટે પણ અગ્નિસ્નાનનું જ નિમિત્ત બની જાત! મારી સ્વસ્થતાથી, પ્રસન્નતાથી એમનો ઊંચે ચઢી ગયેલો જીવ નીચે બેઠો હતો. અલબત્ત એમના મનમાં પણ પ્રશ્ન ઘોળાતો જ હશે, કે મેં અચાનક અગ્નિસ્નાન કરવાનો નિર્ણય શા માટે કર્યો. તેમણે રુક્મિણીને પણ પૂછ્યું હશે. રુકિમણીએ એમના મનનું સમાધાન થાય, તેવી સ્પષ્ટ વાત નહીં જ કરી હોય. નહીંતર, અમને ભાવપૂર્વક ભાવતાં ભોજન જમાડીને, મૂલ્યવાન અલંકારો અને વસ્ત્રોથી અમારું બહુમાન કરીને, ઋષિદત્તાને મહારાણી પાસે બેસાડીને, મહારાજા અને તેઓના એકાંત મંત્રણાખંડમાં ન લઈ જાય! તેઓએ પ્રેમાળ શબ્દોમાં મને કહ્યું : “કુમાર, ચાલો આપણે હવે શાંતિથી થોડી વાતો કરીએ, પછી આરામ કરીએ. ઋષિદત્તા રાણી સાથે ભલે વાતો કરે. રાણીને પણ આનંદ થશે.' મેં ઋષિદત્તા સામે જોયું, એણે સંમતિસૂચક મસ્તક હલાવ્યું. હું મહારાજાની સાથે ઊભો થયો. મહારાજા મને તેઓના મંત્રણાગૃહમાં લઈ ગયા. અમે બેઠા. હું મંત્રણાગૃહની દીવાલો પર લાગેલાં યુદ્ધચિત્રોને જોવા લાગ્યો. મહારાજા મૌન હતા. તેમના મુખ પર ગંભીરતા છવાયેલી હતી, વિષાદ પણ ખરો. તેઓએ ધીમા સ્વરે મને કહ્યું : કુમાર, બહુ સારું કર્યું તમે.... તમારા વિચાર બદલીને... નહીંતર મારે પણ જીવવા જેવું ન રહેત.” હું મૌન રહ્યો. મારી દૃષ્ટિ જમીન પર સ્થિર હતી. “કુમાર, શું તમે મને કહેશો કે તમારે આવો અતિ ગંભીર વિચાર શા માટે For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ ૧ પાંપણે બાંધ્યું પાણિયારું કરવો પડ્યો? આજે સવારથી રુક્મિણી પણ અન્નજળનો ત્યાગ કરીને જ રહી છે. મેં એને શુભ સમાચાર આપ્યા ત્યારે તેણે રોવાનું બંધ કર્યું છે.' મેં નીચી દૃષ્ટિએ જ પ્રત્યુત્તર આપવા માંડ્યો : મહારાજા, મારા અગ્નિસ્નાન કરવાના નિર્ણયનું કારણ આપ - જાણો તો સારું છે. એ જાણવાથી આપને સુખ નહીં થાય, ભારે દુઃખ થશે.' હવે એવું દુઃખ નહીં થાય કુમાર, કારણ કે તમે હવે સ્વસ્થ છો, પ્રસન્ન છો. જોકે મારે તમને ન પૂછવું જોઈએ, છતાં એ જાણવું કદાચ મને બીજી દષ્ટિએ પણ ઉપયોગી બની શકે.” મને પણ લાગ્યું કે મહારાજાને વાસ્તવિક પરિસ્થિતિ જણાવવી જોઈએ. સાથે સાથે તેઓ મિણીને સજા ન કરે, તેની બાંહેધરી પણ લઈ લેવી જોઈએ. મેં મહારાજાને કહ્યું : મહારાજા, આપને જ્યારે કારણ જાણવું જ છે તો એ કારણ બતાવું છું, પરંતુ આપ મને વચન આપો કે એ જાણ્યા પછી આપ આપની પુત્રીને કોઈ કઠોર દંડ નહીં કરો.” કુમાર, એ અંગે તમે નિર્ભય રહો. રુમિણીને મેં તમારી સાથે પરણાવી છે, એટલે એના પર તમારો સંપૂર્ણ અધિકાર છે. તમારી ઇચ્છા વિરુદ્ધ હું રુક્મિણીને કોઈ સજા નહીં કરું.' મહારાજાએ લાગણીભર્યા શબ્દોમાં બાંહેધરી આપી. “આપ જાણો છો કે પહેલી વાર જ્યારે હું લગ્ન માટે કાવેરી આવવા નીકળ્યો હતો ત્યારે માર્ગમાંથી જ હું પાછો ફર્યો હતો કારણ કે માર્ગમાં આવતા આશ્રમમાં ઋષિકન્યા ઋષિદત્તા સાથે મેં લગ્ન કરી લીધાં હતાં. એ પછી તમારી કન્યા સાથે લગ્ન કરવાનો મારા મનમાં જરાય ઉમળકો ન રહ્યો હતો. ઋષિદત્તાની સાથે મારા દિવસો સુખમાં પસાર થતા હતા.... ત્યાં અચાનક મારા નગરમાં દુઃખદ અને આશ્ચર્યજનક ઘટના બનવા લાગી. રોજ રાત્રે એક નગરવાસીની હત્યા થવા લાગી અને ઋષિદત્તાનું મુખ લોહીથી ખરડાવા માંડ્યું! એના ઓશીકા નીચેથી માંસના ટુકડા મળવા લાગ્યા....! મને સંપૂર્ણ વિશ્વાસ હતો ત્રઋષિદના પર.. એની નિર્દોષતા, સરલતા. દયાળુતા.... મેં આશ્રમમાં પણ જોઈ હતી. એ હત્યા....માનવ-હત્યા ન જ કરે... હું રોજ વહેલી સવારે ઊઠીને એનું મુખ ધોઈ નાંખતો અને માંસના ટુકડા ખાળમાં ફેંકી દેતો. પરંતુ રોજ-રોજ નગરમાં માનવહત્યા ચાલુ હતી.... તેથી મારા પિતાજીએ હત્યા કરનારને પકડવા આકાશ-પાતાળ એક કરવા માંડ્યાં. સૈનિકો અને For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ પાંપણે બાંધ્યું પાણિયારું ગુપ્તચરોએ હત્યારાને પકડવાના ઘણા ઉપાયો કર્યા, છતાં હત્યારો ન પકડાયો. ત્યારે પિતાજીએ મંત્ર-તંત્રને જાણનારા બાવા-જોગી-સંન્યાસીઓને રાજસભામાં તેડાવ્યા, હત્યારાને પકડવા માટે તેમને તેમની મંત્રશક્તિનો પ્રયોગ કરવા કહ્યું. કોઈ તૈયાર થયું નહીં.... તેથી પિતાજીએ ગુસ્સે થઈને તે સહુને રાજ્ય છોડીને ચાલ્યા જવાની આજ્ઞા કરી. ત્યાં જ રાજસભામાં એક સંન્યાસિનીએ પ્રવેશ કર્યો અને એણે ઋષિદત્તા ઉપર હત્યાનો આરોપ મૂક્યો. એણે પ્રમાણ આપ્યું : ઋષિદત્તાનું મુખ રોજ લોહીવાળું થાય છે, રોજ એના ઓશીકેથી માંસના ટુકડા નીકળે છે. રાજકુમાર આ જાણે છે... છતાં પત્નીમાંથી છુપાવે છે...' વગેરે... પિતાજીને એ રાત્રે મને ઇરાદાપૂર્વક પોતાની પાસે સુવાડ્યો અને ત્યાં મારા શયનગૃહની આસપાસ ગુપ્તચરો ગોઠવી દીધા.. વહેલી સવારે ઋષિદત્તાનું મુખ લોહીથી રંગાયેલું ગુપ્તચરોએ જોઈ લીધું.... અંતે તેમણે મારા પિતાજીને જણાવી દીધું... પિતાજીએ ઋષિદત્તાને “રાક્ષસી કહી અને એનો વધ કરવાની જલ્લાદોને આજ્ઞા આપી દીધી.... જલ્લાદો એને....' હું આગળ ન બોલી શક્યો મારી આંખો ભીની થઈ ગઈ હતી. મારો કંઠ અવરુદ્ધ થઈ ગયો હતો. હૃદયમાં સુલસા યોગિની પર રોષ ભભૂકી ઊઠ્યો હતો. મહારાજા સુરસુંદર પણ ઉત્તેજિત થઈ ગયા હતા. તેમણે મને પૂછયું : કુમાર, બનેલી દુર્ઘટનામાં ઋષિદત્તા પર આરોપ આવે, તેવું જ બન્યું છે! ઋષિદત્તાની નિર્દોષતાનો પુરાવો માત્ર તમારું હૃદય છે. એ સિવાય બીજી કોઈ પુરાવો દેખાતો નથી.” એ પુરાવો ગઈ રાત્રિમાં મળી ગયો... મહારાજા...” કેવી રીતે? ક્યાંથી મળ્યો? ‘તમારી પુત્રીએ પુરાવો આપ્યો!' રુક્મિણીએ! શું કહો છો?' જી હા, આ સમગ્ર ષડ્યુંત્રની સૂત્રધાર આપની પુત્રી હતી આપની પુત્રી! એણે જ એના શ્રીમુખે પોતાનું પરાક્રમ કહી બતાવ્યું!' ‘દુષ્ટા... અધમ.... કુલટા..'મહારાજા સુરસુંદર રોષથી ધમધમી ઊઠ્યા.. સિંહાસન પરથી ઊભા થઈ ગયા. મેં તેઓનો હાથ પકડીને બેસાડ્યા અને કહ્યું: મહારાજા, હજુ વાત અધૂરી છે, રુકિમણીએ આ ષક્ષેત્ર કેમ રચ્યું અને કેવી રીતે રચ્યું, તે વાત હજુ કહેવાની બાકી છે. મેં ઋષિદત્તા સાથે લગ્ન કરી લીધાં એ રુકિમણીને જરાય ગમ્યું નહીં. એ મારી સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. તેણે વિચાર્યું કે જ્યાં સુધી મારી પાસે For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૧૧૩ ઋષિદત્તા છે ત્યાં સુધી હું એની સાથે લગ્ન નહીં કરું. એટલે ઋષિદત્તાને મા૨ી પાસેથી દૂ૨ ક૨વા તેણે યોજના વિચારી. એ યોજનાને પાર પાડવા તેને સુલસા નામની એક જોગણ મળી ગઈ.... સુલસા પાસે યોગશક્તિ છે, મંત્રશક્તિ છે. રુક્મિણીએ એને સાધી. સુલસા રથમર્દન નગરમાં આવી અને એણે રોજ નગરમાં માનવહત્યા કરવા માંડી. યોગશક્તિથી એણે ઋષિદત્તાનું મુખ લોહીથી ખરડવા માંડ્યું, એના ઓશીકે માંસના ટુકડા છુપાવવા માંડ્યાં. ઋષિદત્તા ઉપર કલંક મૂક્યું. એને મોતને ઘાટ ઉતારી દીધી. કહો રાજન, ઋષિદત્તાની નિર્દોષતાનો આનાથી વધીને બીજો કોઈ પુરાવો જોઈએ છે?’ મહા૨ાજાનું શરીર રોષથી કંપી રહ્યું હતું. તેમની આંખો પહોળી થઈ ગઈ હતી. મુખ પર ઘોર વિષાદનાં વાદળો ઘેરાઈ ગયાં હતાં. ‘આવું ધોરાતિઘોર કુકર્મ રુક્મિણીએ કરાવ્યું? સુલસા જોગણે કર્યું? યોગશક્તિનો આવો ભયંકર દુરુપયોગ...?' મહારાજા ઊભા થઈ ગયા. ભીંત પર લટકતી કટારીને એક ઝાટકે ખેંચી કાઢી અને બહાર જવા લાગ્યા.... હું એકદમ ઊભો થઈ ગયો. ત્વરિત ગતિએ મહારાજા પાસે જઈ, તેમને મારા બાહુપાશમાં પકડી લીધા. ‘કુમાર, મારે આવી પુત્રી નથી જોઈતી.... મારા નગરમાં આવી જોગણ નથી જોઈતી.... હું એ બંનેને યમલોકમાં પહોંચાડીશ....' ‘નહીં મહારાજા, આપે મને વચન આપેલું છે. આપ રુક્મિણીને સજા નહીં કરો. એનો અપરાધ માફ કરી દો. કારણ કે એના આખરી પ્રયત્નો હોવા છતાં ઋષિદત્તા મને જીવતી મળી ગઈ છે!' મેં રાજાના હાથમાંથી કટારી લઈ લીધી અને તેમને પલંગ પર સુવાડી આરામ કરવા કહ્યું. પરંતુ એ આરામ ક્યાંથી કરે? તેમણે તુર્ત પરિચારિકાને બોલાવીને, રુક્મિણીને હાજર કરવા આદેશ કર્યો. મેં મહારાજાને કહ્યું : ‘આપની અનુમતિ હોય તો હું ઋષિદત્તાને લઈ શ્વેત મહેલમાં જાઉં.' ‘હમણાં તમો બેસો કુમાર, હું પેલી દુષ્ટ જાગણને અહીં બોલાવું છું.' હું મંત્રણાગૃહની અટ્ટાલિકામાં ગયો. સૂર્ય અસ્તાચલ તરફ ઝૂક્યો હતો. પંખીઓ વૃક્ષો પર વિશ્રામ કરતાં હતાં. આકાશ સ્વચ્છ હતું. ધીમા પગલે રુક્મિણી મંત્રણાગૃહમાં પ્રવેશી. મારી અને એની દૃષ્ટિ મળી. તુર્ત એણે પોતાની દૃષ્ટિ નીચી કરી દીધી. એણે એના પિતાના ચરણોમાં નમસ્કાર કર્યા. મહારાજાએ એને પૂછ્યું : For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ પાંપણે બાંધ્યું પાણિયારું ‘તું સુલસા જોગણને ઓળખે છે ને?' એણે મસ્તક ઝુકાવી હા પાડી. ‘એ ક્યાં રહે છે, હમણાં એ ક્યાં મળશે, એ વિગત તારે જણાવવાની છે.’ રુક્મિણીએ ધીમા સ્વરે વિગત આપી. મહારાજાએ પરિચારિકાને કહ્યું : ‘જા, સેનાપતિજીને બોલાવી લાવ.' પરિચારિકાએ મહારાજાને નમન કર્યું અને સેનાપતિને બોલાવવા ચાલી ગઈ. હું બાહ્ય અટ્ટાલિકામાં જ ઊભો હતો. રુક્મિણી પણ હજુ ઊભી જ રહી હતી. મહારાજાનો કઠોર અને કડવો અવાજ મારા કાને પડ્યો. 'રુક્મિણી, તેં તારું જીવન નષ્ટ કર્યું, મારી કીર્તિને કલંકિત કરી. તારી માતાની કૂખ લજાવી. તેં કેવું અધમ કૃત્ય કર્યું? એક નિર્દોષ યુવરાજ્ઞી પર ભયાનક કલંક મુકાવ્યું. એને મોતની ખાઈમાં ધક્કો મરાવ્યો? તને જરાય વિચાર ન આવ્યો કે એ પણ તારા જ જેવી રાજકન્યા હતી. એને પણ સુખશાંતિની કામના હતી. તારા સ્વાર્થ ખાતર તેં એનો ભોગ લેવા પ્રયત્ન કર્યો, તને શું મળ્યું? તેં દગો દઈને કનકરથકુમાર સાથે લગ્ન કર્યાં, પરંતુ હવે એ તારું કાજળશ્યામ મોં જોવાનું પણ પસંદ કરશે? કુમાર તો પુણ્યશાળી છે.... એને તો પુનઃ ઋષિદત્તા મળી ગઈ. હવે તું તારી જિંદગી આંસુઓ, નિસાસાઓ અને હાયબળાપા સાથે પૂરી કરજે. જોકે તારો અપરાધ એવો છે કે તને મોતની સજા થવી જોઈએ. પરંતુ કનકરથકુમારે મને વચનબદ્ધ કરી લીધો છે. તને સજા નહીં કરવાનું તેમણે મારી પાસેથી વચન લઈ લીધું છે. નહીંતર આજે મારા હાથે જ પુત્રીહત્યાનું પાપ થઈ જાત.’ મહારાજા સુરસુંદર શ્વાસભેર બોલી રહ્યા હતા. રુક્મિણી ધ્રૂજી રહી હતી. તેની આંખોમાંથી આંસુઓ ટપકતાં હતાં. તેના રુદનના સિસકારા મને સંભળાતા હતાં. પરિચારિકાએ મંત્રણાગૃહમાં પ્રવેશ કરી મહારાજાને નમી નિવેદન કર્યું : ‘સેનાપતિજી આવી ગયા છે. આપની આજ્ઞા હોય તો અંદર આવે.' ‘તેઓ આવી શકે છે.' મહારાજા કંઈક સ્વસ્થ થયા. રુક્મિણી નમન કરી એક બાજુ સરકીને ઊભી રહી. હું મારી જગાએ જ ઊભો હતો. મારી દૃષ્ટિ નીલગગન તરફ મંડાયેલી હતી, છતાં અવારનવાર અંદરના ખંડમાં દૃષ્ટિ ચાલી જતી હતી. સેનાપતિએ આવીને મહારાજાને પ્રણામ કર્યા અને મહારાજાની સામે પડેલા ભદ્રાસન પર બેસી ગયા. ‘સેનાપતિજી, આપણા નગરમાં ‘સુલસા’ નામની એક દુષ્ટ જોગણ રહે છે. For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૧ ૧૫ તેને પકડી મંગાવજો. તેનાં નાક-કાન કપાવી નાંખો. ગધેડા ઉપર બેસાડજો. આગળ ઢોલ વગડાવજો. આખા નગરમાં ફેરવજો અને પછી આપણા રાજ્યની બહાર કાઢી મૂકજો.' ' હું મહારાજાની આજ્ઞા સાંભળી રહ્યો હતો, ઐમિણીને જોઈ રહ્યો હતો. અમિણીના શ્વાસ અધ્ધર બંધાઈ ગયા હતા. ભયની આશંકાથી તે ખૂબ વ્યાકુળ થઈ ગઈ હતી. સેનાપતિએ કહ્યું : “મહારાજા, આપની આજ્ઞાનું અક્ષરશઃ પાલન થશે. આપના કહ્યા મુજબ એ જોગણને રાજ્ય બહાર કાઢીને, આપના ચરણોમાં સેવક ઉપસ્થિત થશે.” મહારાજાને નમન કરીને સેનાપતિ ચાલ્યા ગયા. મહારાજાએ રુક્મિણીને કહ્યું : “જા, હવે તારે તારા ભાગ્યને સહારે જીવવાનું છે. તારા ખોદેલા ખાડામાં તું જ પડી છે. કુમાર કનકરથનો કોઈ દોષ નથી. હવે તું તારા સ્થાને જઈ શકે છે.' રુક્મિણી આંસુભરેલી આંખે ત્યાંથી ચાલી ગઈ. ક્ષણભર મારા હૃદયમાં એના પ્રત્યે કરુણા આવી ગઈ. પરંતુ એ માત્ર ક્ષણિક વીજળીનો ચમકારો હતો. એનાં કરપીણ કરતૂતો સ્મૃતિમાં આવતાં, એના પ્રત્યે તીવ્ર અણગમાનાં વાદળો ઘેરાઈ આવ્યાં. હું મહારાજા પાસે ગયો. અને તેઓએ આદરપૂર્વક પોતાની પાસે બેસાડીને કહ્યું: “કુમાર, ઋષિદત્તા હરિપેણ રાજર્ષિની પુત્રી છે. મહારાજા હરિષણ સાથે અમારો ગાઢ સ્નેહસંબંધ હતો. એટલે ઋષિદત્તાને હું મારી જ પુત્રી માનું છું. હું ઋષિદત્તાને તો કહીશ જ, તમને પણ કહું છું કે આ ઘર ઋષિદત્તાનું પિતૃગૃહ જ છે. મારી તમને આગ્રહભરી વિનંતી છે કે તમે થોડાક દિવસો અહીં રહો. તમે હવે નિશ્ચિત રહેજો. રુકિમણી હવે તમારા માર્ગમાં આડે નહીં આવે. તમે આ રાજ્યના રમણીય પ્રદેશોમાં ફરો. આ રાજ્ય તમારું જ છે, એમ સમજીને તમે રહો. મને તો ખરેખર, આ સંસાર પ્રત્યે રાગ જ નથી રહ્યો. મહારાજા સુરસુંદરની આંખો ભીની થઈ ગઈ હતી. તેમનો એક હાથ મારી પીઠ પર ફરી રહ્યો હતો. બીજા હાથે તેઓ ઉત્તરીય વસ્ત્રથી આંખો લૂછી રહ્યા હતા, મેં તેઓને કહ્યું : આપ મારા માટે પિતાતુલ્ય છો. આપની આજ્ઞા મને શિરોધાર્ય છે. હું અહીં થોડા દિવસો રોકાઈશ... પરંતુ મારી એક વિનંતી છે કે આપ હવે સ્વસ્થ રહેજો અને રુકિમણીનો અપરાધ ભૂલી જજો.” For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઋષિદત્તાની સાથે હું શ્વેત મહેલમાં પાછો આવ્યો. રાત્રિનો પ્રારંભ થઈ ગયો હતો. મહેલના બાહ્ય ભાગમાં અને અંદર દીપકો સળગી રહ્યા હતા. સમગ્ર નગરમાં ઉત્સવનું વાતાવરણ જામેલું હતું. મારા મનમાં પણ ઉત્સવનો ઉલ્લાસ હતો. સાથે સાથે, અનેક જિજ્ઞાસાઓથી હું ઉત્તેજિત પણ હતો. શયનકક્ષમાં પ્રવેશ્યા પછી, કંઈક સ્વસ્થ બનીને મેં ઋષિદત્તાને પૂછ્યું : દેવી, આજે સવારે તમે આવ્યાં ત્યારથી મારા મનમાં એ જાણવાની જિજ્ઞાસા સળવળી રહી છે કે તમે જીવંત કેવી રીતે રહ્યા? જીવંત રહેવાના કોઈ સંયોગો જ ન હતા...” ઋષિદના નીચે જમીન પર બેઠી હતી. હું પલંગ પર બેઠો હતો. તેણે મારી સામે જોયું. એની આંખોમાં એ જ હરણ જેવી નિર્દોષતા તરવરતી હતી. એના મુખ પર એવી જ ચન્દ્ર જેવી સૌમ્યતા છવાયેલી હતી.... જેવી સૌમ્યતા પહેલાં એના મુખ પર છવાયેલી હતી. તેણે કહ્યું : નાથ, એ વાત બહુ લાંબી નથી, છતાં મારા મનોભાવોની અભિવ્યક્તિ સાથે જો એ ઘટનાનું વર્ણન કરું તો સમય વધુ લાગશે. આપની નિદ્રામાં વિલંબ થશે.' ના ના, મને નિદ્રા આવતી જ નથી. મારે એ બધું જ અથથી ઇતિ સુધી સાંભળવું છે, જાણવું છે.'ઋષિદના સ્વસ્થ બની, ક્ષણભર આંખો બંધ કરી.... ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ અને બોલી : સ્વામીનાથ, જ્યારે આપના પિતાજી અત્યંત રોષથી ધમધમતા આપણા શયનગૃહમાં ધસી આવ્યા અને મારા માથાના વાળનો ચોટલો પકડી મને ઢસડવા માંડ્યા ત્યારે મારી કલ્પનામાં ન આવે તેવી અકથ્ય વેદના મેં અનુભવી. મારી અસહાય... નિરાધાર દશા જોઈ... આ પૂર્વે આપ મારી પાસે આવી ગયા જ હતા. આપે મને થોડી ક્ષણોમાં જ આવનારી આપત્તિનો અણસાર આપી દીધો હતો.... પરંતુ આપે જે છેલ્લું વાક્ય કહેલું.... તેણે મારા હૃદયને વ્યથિત કરી દીધું હતું.... આપને કદાચ યાદ નહીં હોય.. કારણ કે આપ રોષમાં હતા.... આપે મને સાંજે સાવધાની આપી હતી. કે “આજે રાત્રે મારે For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૧૧૭. પિતાજીની પાસે સૂવાનું છે. સવારે ઊઠીને તું તારું મુખ ધોઈ નાંખજે અને માંસના ટુકડા ખાળમાં ફેંકી દેજે...” પરંતુ હું વહેલી ઊઠી શકી ન હતી અને ગુપ્તચરોએ મારું લોહીથી ખરડાયેલું મુખ જોઈ લીધું હતું તેથી આપ મારા પર નારાજ થયા હતા અને આપે કહ્યું હતું : હવે જે કંઈ બને, તે હું ન જાણું. મારી સૂચનાનો તેં અમલ ન કર્યો.' આટલું આપ બોલી રહ્યા. ત્યાં જ આપના પિતાજી ધસી આવ્યા હતા. જ્યારે એમણે મારા વાળ પકડી મને ઢસડીને શયનગૃહની બહાર કાઢવા માંડી ત્યારે મેં આંસુ નીતરતી અને દયામણી આંખે આપની સામે જોયું હતું. આપ મને છોડાવવા નજીક આવ્યા. ત્યાં આપને ધક્કો મારી પિતાજીએ દૂર હડસેલી દીધા હતા. આપ જ્યારે તલવાર લઈ આપના જ ગળે પ્રહાર કરવા જતા હતા ત્યાં પિતાજીએ આપના હાથમાંથી તલવાર છીનવી લઈ આપને સ્તંભ સાથે બાંધી દીધા હતા. આપની આ સ્થિતિ જોઈ મેં મારી જાતને સંપૂર્ણ અસહાય જોઈ. હું ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. ત્યાં મને બચાવનાર કોઈ ન હતું. પિતાજીએ મને જલ્લાદોના હાથમાં સોંપી દીધી. એ જલ્લાદોએ મારા શરીરને કેવું કદરૂપું કરી નાંખ્યું હતું તે આપને જોવા ન મળ્યું! જોકે એ સારું જ થયું હતું, નહીંતર આપ આત્મભાન ગુમાવી દેત.' ‘એ વર્ણન આપણી દાસીએ મારી આગળ કર્યું હતું... એ સાંભળીને મારું હૈયું કાળો કકળાટ કરી ઊઠ્યું હતું...' એવું બિહામણું મારું રૂપ કરી દેવામાં આવ્યું હતું, જાણે શું રાક્ષસી ન હોઉં! રાજમાર્ગો પર મને ફેરવવામાં આવી હતી. મારી આગળ ઢોલ વાગતા હતા.... મારા કલ્પાંતનો કોઈ પાર ન હતો.... જ્યારે સ્મશાન આવ્યું ત્યારે સૂર્ય અસ્ત થઈ ગયો.... મને જલ્લાદો સ્મશાનમાં લઈ ગયા. એક જગ્યાએ મને ઊભી રાખવામાં આવી. એક જલ્લાદ બોલ્યો : “અરે ક્રૂર રાક્ષસી, હવે તારો કાળ આવી ગયો છે.... તેં ઘણા નાગરિકોનું માંસ ખાધું છે. લોહી પીધું છે... એનું ફળ હવે ભોગવ. તારા ઇષ્ટદેવનું સ્મરણ કરી લે. અહીં તારી દયા ખાનાર કોઈ નથી...' આમ કહીને એ જલ્લાદે પોતાનું ખગ હવામાં ઘુમાવ્યું... મારી આંખો પહોળી થઈ ગઈ.... હું બેબાકળી બની ગઈ.... ક્ષણવારમાં ભાન ગુમાવીને હું જમીન પર પડી ગઈ... બસ, પછી મને ખબર ન રહી કે એ જલ્લાદો કેમ ચાલ્યા ગયા.... જ્યારે મને ભાન આવ્યું ત્યારે ત્યાં કોઈ જ ન હતું. આકાશમાં For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ પાંપણે બાંધ્યું પાણિયારું ચન્દ્ર હતો. સ્મશાનનું ભયાનક વાતાવરણ હતું. જંગલનાં પશુઓ હતાં. ધીમો ધીમો પવન વાતો હતો. મને લાગ્યું કે એ પવનના શીતળ સ્પર્શથી જ હું ભાનમાં આવી હતી. ક્ષણભર તો હું એ જલ્લાદોની કલ્પનાથી ધ્રુજી ઊઠી, પરંતુ ધીમે પગલે આસપાસ ફરીને મેં જોયું તો કોઈ પણ માણસ દેખાયો નહીં. મેં મારા મનમાં ઝડપી નિર્ણય કરી લીધો. માથે બાંધેલું નાળિયેર ત્યાં ફેંકી દઈ, હું ઝડપથી સ્મશાનમાંથી બહાર નીકળી ગઈ અને જંગલના માર્ગે દોડવા માંડી. મારી જેટલી શક્તિ હતી... તે બધી જ શક્તિ લગાવીને દોડવા માંડી.... મને લાગ્યું કે હું રથમર્દન નગરથી ખૂબ દૂર નિર્જન વનમાં આવી પહોંચી છું. હું એક પથ્થર પર બેસી પડી. ખૂબ થાકી ગઈ હતી. ભય, સંતાપ અને વેદનાથી હું ઘેરાઈ ગયેલી હતી. મને ત્યાં મારા સ્વર્ગસ્થ પિતાજી યાદ આવી ગયા.... અને હું ધ્રુસકે ધ્રુસકે રડી પડી... મારું રુદન મારા એ પિતાજીના કાને પડ્યું હશે કે કેમ તે હું નથી જાણતી, પરંતુ હું તો એમ જ માનતી હતી કે મારો કલ્પાંત તેઓ જરૂર સાંભળતા જ હશે... હે તાત, તમે જ્યાં હો ત્યાંથી તમારી આ પુત્રીને તો જુઓ. મારા માથે દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે. પિતાજી, જલદી આવો અને મને બચાવી લો... બાપુજી, હવે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉ.... હું તમારી સેવા કરીશ.... આપણે આપણા આશ્રમમાં રહીશું... મારા તાત, તમને મારા ઉપર પ્રેમ નથી? તમારી આ દીકરી કેટલી વહાલી છે? તમે અત્યારે ક્યાં છો, તાત? હા, જ અભાગણ છું, તાત.... મેં આપને પ્રાણત્યાગ કરવા દીધો.... હું પણ જો આપની પાછળ એ ભડભડતી આગમાં કૂદી પડી હોત તો...? તાત, તમે મને સાથે કેમ ન લઈ ગયા? અત્યારે હું જીવતે જીવ દુઃખની આગમાં બળી રહી છું. પિતાજી, મારાથી આ કારમી વેદના સહન થતી નથી..... હું ભગવાન ઋષભદેવનું સ્મરણ કરીને, એમની સાખે કહું છું કે તાત, મેં કોઈ ખોટું કામ નથી કર્યું. આપના આપેલા સંસ્કારોને જરાય ડાઘ નથી લગાડ્યો.... છતાં તાત, મારા ઉપર કેવું કલંક આવી ગયું? તાત, મેં પૂર્વભવમાં કેવા પાપ કર્યા હશે? આપે કહેલું હતું.... મને યાદ છે. “બેટી, આ જીવનમાં જે દુ:ખ આવે છે તે આપણાં જ બાંધેલાં પાપકર્મોથી આવે છે....” સાચી વાત છે આપની.... બીજા કોઈનો દોષ નથી... મારાં જ એવાં પાપકર્મ હોય... પછી મારા સસરાને એવું જ સૂઝે.... અને મારા સ્વામીનાથ પણ શું કરે? એ મને બચાવી ન શક્યા....” For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું “વ્હાલા તાત.... ઓ પિતાજી.... તમારી આ નિર્દોષ. નિરપરાધી બેટીનો હાથ પકડો.... હું અસહાય અબળા... ક્યાં જાઉં? કોની પાસે જાઉં?” મધ્યરાત્રિનો સમય થઈ ગયો હશે. પિતાજીનું એકાગ્ર ચિત્તે ધ્યાન કરતી રહી. ત્યાં અચાનક મને આભાસ થયો.... જાણે મારા એ વત્સલ પિતા મને કહેવા લાગ્યા : “બેટી, આવી જા આપણા આશ્રમમાં.... અહીં પરમાત્મા.. ઋષભદેવની છાયામાં તે નિર્ભય રહીશ...' અને મારા શરીરે રોમાંચ થઈ ગયો. મારી રોમરાજી વિકસ્વર થઈ ગઈ. મારી આંખો હર્ષનાં આંસુથી ઊભરાવા લાગી. મારા હૃદયમાં ભગવાન ઋષભદેવનાં દર્શન થયાં.... અવ્યક્ત આનંદથી હું ઝૂમી ઊઠી, મારા થાકી ગયેલા શરીરમાં શક્તિનો સંચાર થતો લાગ્યો. મેં આકાશમાં જોયું. આકાશના તારાઓના આધારે મેં દિશાઓનો નિર્ણય કર્યો. પિતાજીનો આશ્રમ દક્ષિણ દિશામાં હતો. મેં દક્ષિણ દિશામાં ઝડપથી પગ ઉપાડ્યા. હવે મારી કલ્પનામાં મારો એ અતિ પ્રિય આશ્રમ સાકાર બન્યો હતો. આશ્રમની મારી અસંખ્ય સ્મૃતિઓ ઊભરાવા માંડી હતી. જ્યાં મારો જન્મ થર્યો હતો.... જ્યાંની ધૂળમાં હું રમી હતી. જ્યાંનાં પુષ્પો સાથે મેં પ્રેમ કર્યો હતો.... જ્યાંના સરોવરમાંથી મેં પાણી ભર્યા હતાં. જ્યાંના જિનાલયમાં મેં ત્રિકાલ પૂજા, સ્તવના, અર્ચના કરી હતી... એ આશ્રમની સ્મૃતિઓ મારા સંતપ્ત હૃદયને અપૂર્વ સાત્ત્વના આપતી હતી... મારા પિતાજી...રાજર્ષિ હતા એ... છતાં મને ઉછેરીને એમણે મોટી કરી હતી. માતાના મૃત્યુ પછી એ જ માતા હતા. એ જ ભ્રાતા.... એ જ પિતા હતા અને એ જ ગુરુ હતા.... માતાની મમતા આપી હતી.... ભાઈનો સ્નેહ આપ્યો હતો... પિતાની હૂંફ આપી હતી.... ગુરુ બનીને શિક્ષણ આપ્યું હતું. કેવી સુખમય, ઉલ્લાસમય મારી કુમારાવસ્થા વીતી હતી? દુઃખને હું ઓળખતી ન હતી. વેદનાનો મને સ્વપ્નેય પણ ખ્યાલ ન હતો. જંગલનાં નિર્દોષ હરણોની સાથે કરેલી બાળરમતો અને વિનોદ.... મારી આંખો સામે તરવરવા લાગ્યાં... આજે પાછી એ આશ્રમની ધરતી પાસે હું જઈ રહી હતી. - પ્રભાત થઈ ગયું હતું. આશ્રમની દિશા તરફ હું ચાલી રહી હતી. રાજમાર્ગ પર હું આવી ગઈ હતી... આ જ માર્ગે હું રથમર્દન નગર આપની સાથે આવી હતી. મેં વાવેલા છોડ ઊગી ગયા હતા! એ મારા છોડવાઓની નિશાનીએ હું ત્વરાથી ચાલી રહી હતી. એ માર્ગ ઉપર, નાથ! આપની મધુર સ્મૃતિ આવી ગઈ હતી.... સાથે જ, છેલ્લે છેલ્લે જોયેલી આપની બંધનગ્રસ્ત અવસ્થા પણ. For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦. પાંપણે બાંધ્યું પાણિયારું યાદ આવી ગઈ હતી અને હું માર્ગ વચ્ચે જ બેસી પડી હતી. થોડીક આહ નીકળી... આંસુ સરી પડ્યાં.... અને વળી ઊભી થઈ ચાલવા લાગી. આપની સાથે, આપના સંગે વિતાવેલા સુખના દિવસો જાણે સ્વપ્ન હતું.... જાણે ઇન્દ્રજાળ હતી.... એમ લાગ્યું. “કેવું નહીં ચિંતવેલું બધું બની ગયું?' વળી મન વ્યાકુળતા અનુભવવા માંડ્યું. હું આશ્રમના બાહ્ય પ્રદેશમાં પહોંચી ગઈ. ભગવાન ઋષભદેવના જિનાલયનાં દર્શન થયાં. “નમો નિVIIM' બોલી મેં મસ્તક નમાવ્યું. ઝડપથી ચાલીને હું આશ્રમના દ્વારે જઈ ઊભી રહી. આશ્રમ નિર્જન હતો, છતાં જિનાલયના શિખર પર બેઠેલા મોરે ટહુકાર કરી મારું સ્વાગત કર્યું. મારી ડાબી આંખ ફુરાયમાન થવા લાગી. મેં પરમાત્માને બે હાથ જોડી નમસ્કાર કર્યા અને આશ્રમની ધરતી પર પગ મૂક્યો. જમણી બાજુ નજર ગઈ. પિતાજીના અગ્નિસ્નાનની જગાએ ઊભેલા સ્તૂપને જોયો.... અને હું દોડી. સ્તૂપની સામે બેસી.... અને પોક મૂકીને રડી પડી. હૃદયનો બંધ તૂટી પડ્યો.... “અરે તાત, તમારી આ વહાલી પુત્રી તમારા શરણે આવી છે....... તમારા ચરણે. પિતાજી, દર્શન આપો. પાણી વિનાની માછલી જેમ હું તરફડી રહી છું. આ દીન-હીન અને એકાકી તમારી પુત્રીને દર્શન આપો, તાત... અશરણ.... અસહાય બની ગઈ છું... મોતના દ્વારે જઈને પાછી આવી છું. મારા તાત! આ શૂન્યવનમાં કોની પાસે જઈને મારાં દુઃખ કહું? મને અહીં કોણ આશ્વાસનના બે શબ્દો પણ કહે? આવો તાત, તમે પાછા આવો.... હવે હું આપને છોડીને ક્યાંય નહીં જાઉં...' ધીરે ધીરે લથડતે પગે હું ઊભી થઈ..... સૂપને વંદના કરી.... અને પિતાજી જે કુટિરમાં રહેતા હતા, તે કુટિરમાં જઈને સાફસૂફી કરી. પિતાજી જે વ્યાઘચર્મ પાથરતા હતા, તે વાઘચર્મ હજુ ત્યાં પડેલું હતું. તે પાથરીને, હું સરોવરના કિનારે ગઈ... ત્યાં મેં સ્નાન કર્યું... વસ્ત્રોને ધોયાં, માથે વાળની જટા બાંધી લીધી. ત્યાંથી હું જંગલમાં ગઈ. જંગલનાં ફળોથી હું પરિચિત હતી. મેં ફળો લીધાં અને આશ્રમમાં આવી. કુટિરમાં જઈને મેં ફળાહાર કર્યો. પાણી પીધું અને વ્યાઘચર્મ ઉપર સૂઈ ગઈ... જ્યારે હું જાગી ત્યારે ચોથો પ્રહર શરૂ થઈ ગયો હતો. હું ઊઠી, આશ્રમના ઉદ્યાનમાં ગઈ અને થોડાંક પુષ્પ લઈને ભગવાન ઋષભદેવના મંદિરમાં ગઈ. પુષ્પો ભગવંતના ચરણે પધરાવી મેં ભાવપૂર્વક સ્તવના કરી. સ્તવના પૂર્ણ કરીને મેં મંદિરને સ્વચ્છ કર્યું. For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું મંદિરનાં એ પગથિયાં પાસે આવીને હું ઊભી રહી કે જ્યાં સર્વપ્રથમ છે સ્વામીનાથ! આપણું મિલન થયું હતું. હું મારા રાજર્ષિ પિતાની પાછળ ઊભી હતી અને આપને જોઈ રહી હતી. એ ક્ષણો.. એ દિવસો... બધું સ્મૃતિમાં ઊભરાવા માંડ્યું. ખાટી-મીઠી સ્મૃતિઓમાં ડૂબી ગઈ. સંધ્યા ઢળી ગઈ, હું મારી કુટિરમાં પહોંચી ગઈ. હવે મારે ત્યાં જ રહેવાનું હતું એટલે એ અંગેના વિચારોમાં ડૂબી ગઈ... ત્યાં મને એક મહત્ત્વનો વિચાર આવ્યો : આ નિર્જન જંગલમાં મારા શીલની રક્ષા હું કેવી રીતે કરીશ? જંગલના લોકોને ખબર પડે કે આશ્રમમાં કોઈ એકાકી સ્ત્રી આવીને રહી છે, તો ક્યારેક મારા શીલની રક્ષાનો પ્રશ્ન ઊભો થાય....' હું વિચારતી હતી ત્યાં મને પિતાજીની એક વાત યાદ આવી ગઈ. તેઓએ મને એક ઔષધિ બતાવીને કહેલું : “બેટી, આ ઔષધિને જે સ્ત્રી પોતાના કાનમાં રાખે તે સ્ત્રી પુરુષ બની જાય છે! એ ઔષધિને કાનમાંથી કાઢી લે એટલે પુરુષમાંથી પાછી સ્ત્રી બની જાય છે!' મને ખૂબ આનંદ થયો. મારા અંગેઅંગે આનંદ રેલાયો. ધર્મધ્યાન કરતાં કરતાં હું નિદ્રાધીન થઈ. પ્રભાતે ઊઠીને, સ્નાનાદિથી પરવારી, પરમાત્માની પૂજા કરી હું જંગલમાં ગઈ. શોધતાં શોધતાં મને પેલી ઔષધિ મળી આવી...! હું નાચી ઊઠી. તુર્ત જ મેં એ ઔષધિ મારા કાનમાં મૂકી દીધી... હું સ્ત્રીમાંથી પુરુષ બની ગઈ. ઔષધિઓના પ્રભાવો તો મેં પિતાજી પાસે ઘણા સાંભળ્યા હતા, પણ ત્યારે મેં પ્રત્યક્ષ અનુભવ કર્યો. હું નિર્ભય બની ગઈ. હવે મારા શીલને કોઈ ભય ન રહ્યો. મુનિ કુમારના વેષમાં મેં ત્યાં દિવસો વિતાવ્યા..... એક દિવસ રથમર્દન નગરના યુવરાજ પાછા એ આશ્રમમાં પધાર્યા! અને મેં તેમને જોયા. તેમણે મને જોયો.....! “એટલે એ ઋષિકુમાર તું જ?' હું આશ્ચર્યથી ઊભો થઈ ગયો. હા, સ્વામીનાથ! એ ઋષિકુમાર તે હું જ!” શયનખંડના દીપકો બુઝાઈ ગયા હતા. અમે નિદ્રાધીન થયાં. For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૧ દુ:ખ, ત્રાસ, વેદના અને આંસુઓથી લબાલબ ભરેલો વૃત્તાંત સાંભળીને મારું હૈયું ઘોર વ્યથાથી ભરાઈ ગયું.... પરંતુ જ્યારે ઋષિકુમારનો ભેદ ખૂલી ગયો ત્યારે હું હર્ષવિભોર બની ગયો. ઋષિકુમારના રૂપે ઋષિદત્તા જ મારી સાથે હતી! મને ઋષિકુમાર તરફ કેમ અત્યંત પ્રેમ, આદર અને બહુમાન હતું, તેનું કારણ મને સમજાઈ ગયું. મેં અનેક વાર ઋષિકુમારને કહ્યું પણ હતું કે “તમારું મુખ ઋષિદત્તાના મુખ જેવું જ છે.... તમારી આંખો અને ઋષિદત્તાની આંખો એકસરખી છે! તમારી વાણી અને ઋષિદત્તાની વાણી મને સરખી લાગે છે!' એક દિવસ મેં ઋષિદત્તાને કહ્યું : “પ્રિયે, મને લાગે છે કે એ જંગલમાં.... એ આશ્રમમાં તારી રક્ષા તારા સ્વર્ગસ્થ પિતા રાજર્ષિએ જ અદૃશ્ય રહીને કરી છે! નહીંતર એ નિર્જન પ્રદેશમાં એકાકી સ્ત્રીએ રહેવું ભયભરેલું જ કહેવાય. ભલે જડીબુટ્ટીથી તે પુરુષ બનીને રહી, છતાં હૃદય તો સ્ત્રીનું જ ને?' | ઋષિદત્તાએ કહ્યું : “નાથ, ખરેખર મને પણ એમ જ લાગ્યું હતું કે મારી રક્ષા કોઈ અદૃશ્ય તત્ત્વ કરી રહેલું હતું. પરમાત્મા ઋષભદેવના અચિંત્ય પ્રભાવો મેં પહેલાં પિતાજી પાસેથી સાંભળેલા પણ હતા. એ પરમાત્મા પ્રત્યે બાલ્યકાળથી મને અખંડ શ્રદ્ધા છે.' અમે અમારા શ્વેત મહેલના ઝરૂખામાં બેઠાં હતાં. સંધ્યાનો શત-શીતલ સમય હતો. મહેલના ઝરૂખામાંથી ક્ષિતિજ સ્પષ્ટ દેખાતી હતી. મારી દૃષ્ટિ ત્યાં મંડાયેલી હતી. સંધ્યાના મનોહર રંગો જોવામાં હું લીન હતો, ત્યાં ઋષિદત્તાએ મૌન તોડ્યું. ‘નાથ! આપને યાદ છે ને... ઋષિકુમારના રૂપે મેં આપની પાસે વરદાન માગ્યું હતું? બરાબર સ્મૃતિમાં છે! એ મિત્રે વરદાન માગેલું અને મેં આપેલું માગો, તમારે જે જોઈએ તે!” આપશો? અવશ્ય આપશો?' ઋષિદત્તાએ પોતાનું ભદ્રાસન મારી નજીક સર કાવ્યું. શું તને શંકા છે?' For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૩ પાંપણે બાંધ્યું પાણિયારું ના રે, મને આપના વચનમાં ક્યારેય શંકા ન થાય.' “તો નિઃશંકપણે માગો.' ‘નાથ, આપ જેવો પ્રેમ મારા પ્રત્યે રાખો છો તેવો જ પ્રેમ રુક્મિણી પ્રત્યે રાખો! બસ, મને આટલું વરદાન આપી દો!' હું તો સ્તબ્ધ થઈ ગયો. અનિમેષ નયને ઋષિદત્તાને જોઈ રહ્યો. “ઋષિએ આ શું માંગ્યું?' હું સમજી ન શક્યો. રુકિમણી પ્રત્યે પ્રેમ? અને તે પણ ઋષિદત્તાના જેવો પ્રેમ? મેં ઋષિદત્તાને કહ્યું : ઋષિ, તું શું બોલે છે? “હું સભાન અવસ્થામાં છું, નાથ! આપનો પ્રેમ મારી એ બહેનને પણ મળવો જોઈએ. જેટલો પ્રેમ મને મળે છે, એટલો જ પ્રેમ એને પણ મળવો જોઈએ.” એના પ્રત્યે મારા હૈયામાં ભારોભાર રોષ છે.... એને હું કેવી રીતે ચાહી શકું? એનું મુખ પણ જોવા હું રાજી નથી.” એ રોષને કાઢી નાખો, નાથ! આપ તો કરુણાવંત છો. એની ભૂલને ભૂલી જાઓ... એને ક્ષમા કરી દો...' પરંતુ એણે કેવો ભયંકર અપરાધ કર્યો છે એ તું જાણે છે ને? આવો ઘાતકી અને ક્રૂર વર્તાવ કરનારીને હું ક્ષમા આપું? ઋષિ, મારાથી એ શક્ય નથી.” “કંઈ જ અશક્ય નથી, સ્વામીનાથ! આપ એના અપરાધનું વાસ્તવિક કારણ વિચારો તો આપનો રોષ ઊતરી જશે. મારા પિતાજી કહેતા હતા કે દરેક જીવાત્મા પોતાના પુણ્યકર્મના ઉદયથી સારું કામ કરે છે, પોતાના પાપકર્મના ઉદયથી ખોટું કામ કરે છે. રુક્મિણીના પાપકર્મનો ઉદય જાગ્યો હશે માટે જ તેણે ખોટું કામ કર્યું.. એનાં પાપકર્મે એની પાસે ખોટું કામ કરાવ્યું છે.... એમાં જીવાત્માનો શો દોષ?” પરંતુ ઋષિ, તું વિચાર કર કે તારા પ્રત્યે એને કેવી ઘોર ઈર્ષ્યા છે? તને મારી પાસેથી દૂર કરવા એણે કેવું પડ્યુંત્ર રચ્યું? તને મોતના કૂવામાં ધકેલી દીધી.. એ તો તારો અને મારો પુણ્યોદય કે તું બચી ગઈ.. નહીંતર...?' ‘ભલે એને મારા પ્રત્યે ઈર્ષ્યા હોય.... ઈર્ષ્યા તો અમારી સ્ત્રી-જાતમાં સહજ હોય છે, છતાં હવે એને મારા પ્રત્યે ઈર્ષ્યા નહીં રહે... તમારો પ્રેમ એ ચાહે છે. તમારો પ્રેમ એને મળશે એટલે ઈર્ષ્યા નહીં રહે..' For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪. પાંપણે બાંધ્યું પાણિયારું તું ધારે છે એટલી એ સરળ નહીં હોય, એમ મને લાગે છે. એને પોતાની ભૂલ જ સમજાઈ નથી.' “હવે સમજાઈ ગઈ હશે! હું જીવંત રહી ગઈ છું, એ જાણ્યા પછી એના પસ્તાવાનો પાર નહીં હોય, સુલસા જોગણાને જે સજા થઈ, એથી પણ એને સાચી સમજણ આવી હશે જ. માણસ જ્યારે ખોટું પગલું ભરીને નિષ્ફળ જાય છે ત્યારે એને પોતાના ખોટા પગલાનું ભાન થાય છે. ફરીથી એવું ખોટું પગલું નહીં ભરવાનો મનોમન નિર્ણય કરે છે. રુક્મિણીની માનસિક સ્થિતિ આવી હોવી જોઈએ.” મને તો એની માનસિક સ્થિતિ જુદી સમજાય છે. તુલસા જોગણને જે સજા થઈ છે, એથી સંભવ છે કે એ મારા પર રોષે ભરાઈ હોય. કારણ કે મેં જ મહારાજાને એ પયંત્રનો પરિચય આપ્યો હતો.” પરંતુ જો એના મનમાં આપના પ્રત્યે રોષ ન હોય, એને જો પોતાની ભૂલનો પશ્ચાત્તાપ થતો હોય અને આપના પ્રેમને ચાહતી હોય... તો, તો આપ એને પ્રેમ આપશો ને?' ઋષિ! તું ગુણવાન છે, એટલે દુનિયા તને ગુણવાન દેખાય છે.... તારું હૃદય કોમળ છે, મૃદુ છે એટલે તું બીજાના દુ:ખનો વિચાર કરે છે.... બીજાનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે છે... પરંતુ તે માને છે એવી આ દુનિયા નથી! બધા જીવો કરુણાના પાત્ર નથી હોતા.” ભલે બધા ન હોય કરુણાપાત્ર, રુક્મિણી તો કણાપાત્ર છે જ! કરુણાપાત્ર જ નહીં, પ્રેમપાત્ર છે! આપ એક વાર એના અપરાધની ક્ષમા આપી દો... બસ, પછી આપના હૃદયમાં એના પ્રત્યે પણ પ્રેમની સરવાણી ફૂટશે!' એણે ક્યાં મારી પાસે ક્ષમા માગી છે? એણે તો એના પરાક્રમની બહાદુરી ગાઈ છે!” એ વાત પુરાણી થઈ ગઈ. રોષમાં, રીસમાં, ઈર્ષ્યામાં માનવી ન બોલવાનું બોલી જાય છે. સુજ્ઞ પુરુષો એ શબ્દો યાદ નથી રાખતા, ભૂલી જાય છે. એ બોલી હતી રોષમાં! મારા પ્રત્યેની ઈર્ષ્યાથી! હવે એના હૈયે રોષ નહીં હોય. હવે મારા તરફ પણ એને ઈમ્પ્રભાવ નહીં હોય.” તો તું એને મળ.... એના મનોભાવને જાણ... પછી તારી ઇચ્છા મુજબ હું કરીશ.. બસ? પ્રસન્ન?' ખૂબ જ પ્રસન્ન થઈ, નાથ! આપની ઉદારતા ગજબ છે... હું કાલે જ એની For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૧૨૫ પાસે જઈશ અને એના મનોભાવ જાણીશ.. એના સંતપ્ત હૃદયને આશ્વાસન આપીશ... એના અશાંત મનને સમાધિ આપીશ....” હું ઋષિદત્તાના સરળ, સ્નેહાળ, ઉદાર અને ગંભીર વ્યક્તિત્વને મનોમન અભિનંદી રહ્યો. પોતાના પ્રાણ લેવાનો હીચકારો પ્રયત્ન કરનાર પ્રત્યે પણ કેવી કરુણાદૃષ્ટિ! બદલો લેવાની કોઈ દુષ્ટ મનોવૃત્તિ નહીં.. પોતાને દુઃખ આપનારા પ્રત્યે કોઈ દ્વેષ નહીં, રોષ નહીં, કિન્નો નહીં! બીજા દિવસે સવારે જ પ્રભાતિક કૃત્યોથી પરવારી, ઋષિદત્તા રથમાં બેસીને મહારાજા સુરસુંદરના મહેલે ગઈ. તે મધ્યાહ્ન સમયે પાછી આવી. એના મુખ પર મલકાટ હતો. એના હૈયે હર્ષ હતો... પરંતુ આવીને પહેલું કામ એણે મને ભોજન કરાવવાનું કર્યું. મને ભોજન કરાવીને એણે ભોજન કર્યું અને મને શયનગૃહમાં આરામ કરવાનું કહી એ ચાલી ગઈ. બે ઘડી મેં આરામ કર્યો.... ત્યાં એ આવી ગઈ. મારા પલંગ પાસે પડેલા ભદ્રાસન પર બેસીને તેણે કહ્યું : નાથ, મારું કાર્ય સરળ બન્યું છે. મારી ધારણાઓ સાચી પડી છે. હું રાજાના મહેલમાં પહોંચી. મને એકલીને આવેલી જોઈ મહારાણીને આશ્ચર્ય થયું, પરંતુ તુર્ત જ મેં કહ્યું : “માતાજી, મારે રુક્મિણીને મળવું છે!” મારી વાત સાંભળીને મહારાણીને વધુ આશ્ચર્ય થયું. તેઓ થોડી ક્ષણ મારી સામે જોઈ રહ્યાં.... તેમની આંખો સજલ બની.... મેં તેઓના હાથ પકડીને કહ્યું : માતાજી, બધું સારું થશે... આપ મને રુકિમણી પાસે લઈ ચાલો.” મહારાણીની સાથે હું રુક્મિણીના શયનખંડમાં પહોંચી. મહારાણીએ શયનખંડમાં જઈને પલંગમાં સૂતેલી રુક્મિણીને કહ્યું : “બેટી, જો તો, તને મળવા કોણ આવ્યું છે?' રડી રડીને રુક્મિણીની આંખો સૂજી ગઈ હતી. એનાં વસ્ત્રો ચોળાઈ ગયેલાં હતાં. એના અંગ પર એકેય આભૂષણ ન હતું. એનું મુખ કરમાઈ ગયું હતું. ગાલ પર સુકાયેલાં આંસુના લિસોટા હતા. હું પલંગ પાસે પહોંચી ગઈ હતી. તે મને જોઈ રહી. તે મને પહેલી જ વાર જોતી હતી. હું પણ એને પહેલી જ વાર જોતી હતી! એ મને ઓળખી ન શકી.... એટલે મહારાણી બોલ્યાં : બેટી, આ ઋષિદત્તા છે!" હું? દેવી ઋષિદત્તા તમે જ ?' તે પલંગ પરથી નીચે ઊતરી ગઈ.... અને મારા પગમાં પડી ગઈ.... મેં એને મારા બાહુપાશમાં લઈ લીધી. તેની આંખોમાંથી For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૭ પાંપણે બાંધ્યુ પાણિયારું ચોધાર આંસુ સરી પડ્યાં.... મહારાણી પણ રડી પડ્યાં.... પોતાની સાડીના પાલવથી આંસુ લૂછતાં મહારાણી શયનખંડની બહાર જઈને ઊભાં રહ્યાં. મેં રુક્મિણીને પલંગ પર બેસાડી. હું એની પાસે બેસી ગઈ. મેં કહ્યું : ‘બહેન, રડ નહીં. માણસના જીવનમાં ભૂલ થઈ જવી સ્વાભાવિક છે. કારણ કે અનંત જન્મોમાં જીવ અનંત અનંત કર્મ બાંધતો આવ્યો છે. કર્મપરવશ જીવ નાની મોટી ભૂલો કરતો હોય છે....’ ‘ના.... ના, મેં ભયંકર અપરાધ કર્યો છે.... હું હત્યારી છું.... હું રાક્ષસી છું.... હું મહાપાપી છું... દેવી, મને ક્ષમા કરશો?’ અને ધ્રુસકે રડતી એ મારા ખોળામાં ઢળી પડી. મેં એના મસ્તકે, એની પીઠ પર હાથ ફેરવી... એની પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી. થોડી વાર એને રડવા દીધી. પછી જ્યારે એનું હૈયું કંઈક હળવું થયું, ત્યારે પાણીથી એને મોઢું ધોઈ નાંખવા કહ્યું. પાણી પિવડાવ્યું અને કહ્યું : ‘રુક્મિણી, કહે, હવે તું શું ચાહે છે!’ ‘દેવી, હું આપની ક્ષમા ચાહું છું.... પરંતુ ખરેખર તો ક્ષમા આપણા સ્વામીનાથની માગવી જોઈએ....' ‘હું તેમને મારું કાળું મોં દેખાડવા નથી માગતી.... ક્યાં એ ઉત્તમ પુરુષ અને ક્યાં હું અધમાધમ’ બે પગમાં મોં છુપાવીને તે રડી પડી. એની પીઠ પંપાળતી હું બોલી : ‘રુક્મિણી, તેઓ તો ઘણા ઉદાર અને ગંભીર મહાપુરુષ છે. તું ચાલ મારી સાથે, તેઓનાં ચરણે તારું સર્વસ્વ સમર્પણ કરી દે.... તેઓ જરૂર તને ક્ષમા આપશે.... ક્ષમા જ નહીં, હૃદયનો પ્રેમ આપશે!’ ‘ના, ના, હું તેમના પ્રેમને પાત્ર નથી.... કુપાત્ર છું.... ઈર્ષ્યાની સાક્ષાત્ મૂર્તિ છું.... અસ્પૃશ્ય છું.... એ ગુણમૂર્તિના ચરણોને સ્પર્શ પણ કરવાલાયક નથી... તમે દેવી, કહેજો કે તેઓનું નામ યાદ કરતી હું જીવન પૂરું કરીશ....' ‘એવો સંકોચ ન રાખ રુક્મિણી, ચાલ, ઊભી થા, વસ્ત્ર બદલી લે, શણગાર સજી લે. હું તને મારી સાથે જ લઈ જવા આવી છું.' મેં રુક્મિણીનું મુખ ઊંચું કરી તેની દૃષ્ટિમાં મારી દૃષ્ટિ મેળવીને તેની અનુમતિ માગી. તેની આંખોમાં આર્દ્રતા હતી, વિવશતા હતી, વેદના હતી. મેં મહારાણીને કહ્યું : ‘માતાજી, રુક્મિણીનાં લગ્ન સમયનાં વસ્ત્રો લાવો, એના અલંકારો લાવો.... આજે હું જ એને શણગારીશ....' For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૧૨૭ મહારાણીની આંખો હર્ષનાં આંસુથી ઊભરાઈ. હૈયું ગદ્ગદ્ થઈ ગયું.... તેઓ બોલ્યાં... “ઋષિદત્તા.... સાચે જ તું મહાદેવી ... અને તેઓ ઝડપથી ચાલ્યાં ગયાં. થોડી જ વારમાં રુકિમણીનાં વસ્ત્રો અને અલંકારો લઈને આવી ગયાં. તેમની પાછળ મહારાજા સુરસુંદર પણ આવી ગયા... તેઓને મેં દૂરથી નમસ્કાર કર્યા. તેઓએ આશીર્વાદ આપ્યા અને કહ્યું : “બેટી, રુકિમણીને હું તારા ખોળે સોંપું છું.. હવે તું જ એની માતા અને તું જ એની બહેન.... મારી મેર જેવડી ચિંતાને તે દૂર કરી.... તારો ઉપકાર...” બોલતાં બોલતાં મહારાજા રડી પડ્યા.... મેં કહ્યું : “પિતાજી, મહારાજ કુમાર ઉત્તમ પુરુષ છે, ઉદાર હૃદયના છે. તેઓના મનમાં રુક્મિણી પ્રત્યે કોઈ રોષ નથી. અમને બંનેને તેઓ સમાન દૃષ્ટિથી જોશે.' રુક્મિણીએ વસ્ત્રપરિવર્તન કરી લીધું. મેં એને અલંકારોથી શણગારી. આખા રાજમહેલમાં આનંદોત્સવ મંડાઈ ગયો. હું રુક્મિણીને રથમાં બેસાડીને મારી સાથે અહીં લઈ આવી!” એટલે શું તું એને અહીં લાવી છે?” હા, મારા સ્વામીનાથ!” અને ઋષિદના ઝડપથી બહાર નીકળી ગઈ.... બાજુ ના ખંડમાંથી રુક્મિણીને લઈ તે મારા ખંડમાં આવી. રુક્મિણી મારા ચરણોમાં ઢળી પડી.... મેં એને ઊભી કરી અને કહ્યું : રુક્મિણી, હવે રડ નહીં. મને તારા પ્રત્યે કોઈ રોષ નથી. બધો જ રોષ આ તારી બહેને બહાર ફેંકાવી દીધો છે.... તારા પ્રત્યે પ્રેમ કરવાનું વરદાન એણે મારી પાસે માગી લીધું છે!' મિણીએ કૃતજ્ઞતાભરી આંખે ઋષિદના સામે જોયું... ઋષિદત્તા નીચી દૃષ્ટિ કરીને ધીરે ધીરે શયનખંડમાંથી બહાર ચાલી ગઈ. રુક્મિણી મારા પગ પાસે બેસી ગઈ. તેણે કહ્યું : નાથ, હું મહાપાપી છું. મેં ભયંકર અપરાધ કર્યો છે.... ઈર્ષાની સાક્ષાત્ મૂર્તિ છું... જ્યારે મહાદેવી ઋષિદત્તા મહાસતી છે... ક્ષમાની દેવી છે.... ઉદારતાનો સાગર છે.. અસંખ્ય ગુણોનો ભંડાર છે... હું એમના ચરણોની રજ પણ થવા લાયક નથી....' | ‘તારી વાત સત્ય છે, રુક્મિણી, મારા હૈયામાં એના પ્રત્યે જેટલો પ્રેમ છે, એટલો જ પ્રેમ તને આપવાનું વરદાન માગી.... એણે કેવો ઉચ્ચતમ્ ત્યાગ કર્યો છે! કેવું ભવ્ય સત્કાર્ય કર્યું છે! મારું તો હવે એ સર્વસ્વ છે... નાથ!” રુક્મિણી ગદ્ગદ્ થઈ ગઈ. For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir ઋષિદત્તાના નિષ્કપટ અને સ્નેહાળ સ્વભાવથી અને વર્તાવથી રુક્મિણીનો સંર્કોચ થોડા જ દિવસોમાં દૂર થઈ ગયો. હવે તે મારી સાથે પણ નિઃસંકોચ વ્યવહાર કરવા લાગી. મેં પણ ક્યારેય એની ભૂતકાળની ભૂલ યાદ કરાવી નહીં. મેં મારા મનનું સમાધાન કરી લીધું હતું. કોઈની પણ ભૂલનો મનમાં સંગ્રહ કરી રાખવાથી મન ઉકરડા જેવું ગંદું બની જાય છે. અવારનવાર ઋષિદત્તા મને રુક્મિણીના ગુણો બતાવતી હતી. મારું ધ્યાન એના ગુણો તરફ આકર્ષીને ‘રુક્મિણીમાં ઘણા ગુણો છે', આ વાત મારા મનમાં એ દૃઢ કરતી હતી, ઋષિદત્તાની આ પવિત્ર ઉદાત્ત ભાવના હતી કે હું ક્યારેય રુક્મિણીનો તિરસ્કાર ન કરું. રુક્મિણી તરફ અણગમો ન રાખું.... અને મારા રુક્મિણી તરફના સદ્વ્યવહા૨ને જોઈને એ પ્રસન્ન થતી હતી. રુક્મિણીએ મને કહ્યું : ‘ખરેખર, ઋષિદત્તા અસાધારણ ગુણસંપત્તિ ધરાવનારી સન્નારી છે.... જેવું એનું બાહ્ય આકર્ષક રૂપ છે, તેવું જ એનું આંતરિક ભવ્ય વ્યક્તિત્વ છે... અજ્ઞાનદશામાં મેં એના તરફ કેવો ઘોર અપરાધ કર્યો? કેવાં ચીકણાં કર્મો બાંધ્યાં?' મેં રુક્મિણીને આશ્વાસન આપતાં કહ્યું : ‘સર્વ જીવો કર્મવશ છે. કર્મવશ જીવ ભૂલ કરી બેસે છે. હવે એ દુઃખદાયી ભૂતકાળ યાદ ન કરીશ. તેં તારી ભૂલનો ખૂબ ખૂબ પશ્ચાત્તાપ કરી લીધો છે. હવે જીવ ન બાળીશ. હવે તો તમે બંને પરસ્પર ખૂબ પ્રેમથી રહો, બરાબર એ જ છે.’ રુક્મિણીએ કહ્યું : ‘નાથ, આપની વાત સર્વથા ઉચિત છે; પરંતુ મારા જીવનમાં થયેલી ભૂલ ભૂલી શકાય એવી નથી.... મેં બાંધેલાં પાપકર્મ તો મારે ભોગવવાં જ પડશે.... તીવ્ર રાગ-દ્વેષથી બાંધેલાં કર્મો ભોગવ્યા વિના છૂટતાં નથી...' ‘તારી વાત સાચી છે, પરંતુ હવે ‘તું ન શોધ્યું' - શોક કરવો ઉચિત નથી. તપશ્ચર્યા દ્વારા એ કર્મબંધને હળવો કરી દેવો, એ જ ઉચિત છે.' મેં રુક્મિણીના હૃદયને હળવું કરવાનો પ્રયત્ન કર્યો. ઋષિદત્તા તો હંમેશાં સ્નેહપૂર્ણ વ્યવહારથી એનું હૃદય પ્રફુલ્લિત રાખતી જ હતી. અમે કેટલાક For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૧૨૯ દિવસો કાવેરીમાં વ્યતીત કર્યા. એક દિવસ ઋષિદત્તાએ મને કહ્યું : “નાથ, હવે આપણે રથમર્દન નગર જઈએ તો? ત્યાં માતાજી આપની ચિંતા કરતાં હશે.” અને મારી કલ્પનાસૃષ્ટિમાં મારી સ્નેહાળ માતા મને દેખાઈ. મેં ઋષિદત્તા સામે જોયું. એ મારા ઉત્તરની અપેક્ષા રાખતી મારી સામે જોઈ રહી હતી. મેં કહ્યું: “આપણે કાલે જ અહીંથી પ્રયાણ કરી દઈએ. હું આજે મહારાજા સુરસુંદરને વાત કરું છું.' ભોજનાદિથી પરવારી હું રથમાં બેસી મહારાજાના મહેલે ઊપડ્યો. મહારાજાએ સ્નેહથી મારું સ્વાગત કરી કુશળતા પૂછી. મેં કહ્યું : “મહારાજા, અહીં કાવેરીમાં હું ઘણા દિવસો રોકાયો. હવે રથમર્દન જવું જોઈએ. ત્યાં પિતાજી મારી પ્રતીક્ષા કરતા હશે. થોડીક ચિંતા પણ કરતા હશે...” મહારાજાના મુખ પર ગ્લાનિ તરી આવી. તેમણે કહ્યું : “કુમાર, હું જાણું છું કે તમે અહીં કાયમ નથી રહેવાના.... અહીં જેટલું વધુ રોકાઓ, તેટલો મને..... મારા મનને વધુ આનંદ રહે. પરંતુ... તમારી વાત સાચી છે. મહારાજા તમારી પ્રતીક્ષા કરતા જ હશે....' અમે આવતી કાલે પ્રભાતે અહીંથી પ્રયાણ કરવા ઇચ્છીએ છીએ.” “કાલે ?' હા જી, કાલે જ પ્રયાણ કરીને જલદીથી જલદી રથમદન પહોંચી જવાની ભાવના છે.” મહારાજાએ પરિચારિકાને મોકલીને મહારાણીને બોલાવ્યાં અને અમારા નિર્ણયની જાણ કરી. મહારાણીની આંખો આંસુથી ભરાઈ ગઈ. તેઓ કાંઈ બોલી ન શક્યાં..... સાડીના પાલવથી આંસુ લૂછી એમણે મારી સામે જોયું. ખૂબ જ ગળગળા સ્વરે તેમણે કહ્યું : “કુમાર, તમારું હૃદય વિશાળ છે, ઉદાર છે.” તમે કિમણીના અપરાધને ભૂલી જઈ એને ક્ષમા આપી, એને સ્નેહ આપ્યો.... તમારો ઉપકાર અમે ક્યારેય નહીં ભૂલીએ....' મહારાજા સુરસુંદર રડી પડ્યા. મારી આંખો પણ ભીની થઈ ગઈ. મેં કહ્યું : ‘હવે તમે રુક્મિણીની ચિંતા ન કરશો. મારા હૃદયમાં એના પ્રત્યે સ્નેહ અને સદૂભાવ છે. એનું હૃદય પણ હવે નિર્મળ અને પ્રેમાળ બની ગયું છે. ઋષિદત્તા પ્રત્યે એના હૃદયમાં અપાર સ્નેહ ઊભરાયો છે.” ‘ઋષિદત્તા તો ઋષિદત્તા જ છે, કુમાર! એણે જ તો રુકિમણીના જીવનને દુ:ખના દાવાનળમાંથી ઉગારી લીધું. For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ પાંપણે બાંધ્યું પાણિયારું કુમાર, અમારી તો તમને એક જ વિનંતી છે કે અમને ક્યારેક યાદ કરજો. કાવેરી પધારજો.....' મહારાજાએ રથ મોકલીને ઋષિદત્તા અને ક્મિણીને રાજમહેલમાં બોલાવી લીધાં હતાં. અમારો વાર્તાલાપ ચાલતો હતો. ત્યાં એ બંનેએ અમારા ખંડમાં પ્રવેશ કર્યો. દૂરથી અમને ત્રણેયને પ્રણામ કરી એક બાજુ બેસી ગઈ. રુક્મિણીને ઉદ્દેશીને મહારાજાએ કહ્યું : “રુક્મિણી, હવે તું અમને છોડીને તારા ઘેર જઈશ. રથમર્દન નગરમાં જઈશ..... બેટી, ત્યાં તું તારાં ગુણોની સુવાસ પ્રસારજે. તને જન્મ આપનારાં માતા-પિતાની કીર્તિ વધારજે. પતિને પરમાત્માતુલ્ય માનજે, શીલને પ્રાણથી પણ અધિક માનજે. ઋષિદત્તાને તારી પરમ ઉપકારિણી મોટી બહેન માનજે. વડીલોનો વિનય ન ચૂકીશ. તારાં ઉચિત કર્તવ્યોનું સુંદર પાલન કરજે... વિશેષ તો તને શું કહું? તારા વિયોગનું દુઃખ.” મહારાજા રડી પડ્યા. રુક્મિણી પણ ચોધાર આંસુએ રડી પડી. ઋષિદત્તા રુક્મિણીને પોતાના ઉત્કંગમાં લઈ શાંત કરવા પ્રયત્ન કરવા લાગી. ગદ્ગદ્ સ્વરે મહારાજાએ ઋષિદત્તાને કહ્યું : “બેટી ઋષિદત્તા, સાચોસાચ તું ઋષિની-રાજર્ષિની કન્યા છે... તારા ગુણો, તારી કરુણા, તારું નિર્મળ જીવન.... ખરેખર અભુત છે.. તારું હૃદય કેવું પ્રેમાળ અને ઉદાર છે! રુક્મિણીને ક્ષમા આપીને તો તેં અમારા સહુ ઉપર ઉપકાર કર્યો છે.... તારા ઉપકારના ભાર નીચે દબાયેલાં અમે ક્યારે એ ઉપકારનો બદલો ચૂકવી શકીશું? બેટી, હવે રુક્મિણીને તું સંભાળજે. હજુ એનામાં નાદાનિયત છે. ક્યારેક એ ભૂલ કરી બેસે, ક્યારેક અનુચિત આચરણ કરી નાંખે.... તો ક્ષમા કરજે.... એને તારી સાથે જ ધર્મારાધનામાં રાખજે... તને કંઈ જ કહેવાપણું નથી.... છતાં પિતૃહૃદય છે ને! એ પિતૃહૃદય આ બોલાવે છે..... દીકરી, ક્યારેક અમને યાદ કરજે. ક્યારેક કાવેરી આવજે... આ રાજમહેલ... આ રાજા-રાણી... આ બધું તારું.... પિતૃગૃહ સમજજે.” ઋષિદત્તાએ જમીન પર દૃષ્ટિ સ્થિર કરી કહ્યું : “હે પિતાજી, આપ મારી પ્રશંસા કરી મને શરમાવો નહીં. મારામાં એવી કોઈ જ વિશેષતા નથી. ભૂલ તો દરેક સંસારીની થતી હોય છે.. રુક્મિણી મારી સુશીલ અને કુશળ નાની બહેન છે. થોડા દિવસોના પરિચયમાં મેં એનામાં ઘણા ગુણો જોયા છે. એ પુણ્યશાલિની છે. આપ એની જરાય ચિંતા ના કરશો. For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૧૩૧ ‘આપે અને માતાજીએ મને જે સ્નેહ આપ્યો છે, તે હું ક્યારેય નહીં ભૂલી શકું. સદૈવ આપના આશીર્વાદ રહે, એ જ મારા અંતરની કામના છે. મારાથી આપનો જે કોઈ અવિનય થયો હોય, આપ મને ક્ષમા આપશો....' ઋષિદત્તાના ગળે ડૂમો ભરાયો, તે આગળ બોલી ન શકી. મેં મહારાજાને કહ્યું : ‘મહારાજા, મારા નિમિત્તે આપને ખૂબ ચિંતા થઈ છે. આપ ઉદાર હૃદયના છો, મને ક્ષમા આપશો. આપની શુભકામનાઓ લઈને અમે અહીંથી જઈશું.’ ભોજનનો સમય થઈ ગયો હતો. અમે સહુ ભોજન માટે ઊઠ્યાં. ભોજનાદિથી નિવૃત્ત થઈ, ઋષિદત્તા અને રુક્મિણીની સાથે હું મારા મહેલે આવ્યો. આખા નગરમાં અમારા રથમર્દન નગર જવાના સમાચાર પ્રસરી ગયા. નગરના શ્રેષ્ઠીઓ મને મળવા માટે આવવા લાગ્યા. એમની સાથે વાતો કરવામાં બપોરનો સમય પસાર થઈ ગયો. ઋષિદત્તા અને રુક્મિણી પણ અનેક સ્ત્રીઓથી ઘેરાઈને બેઠી હતી. હું થોડી વાર આરામ કરવા મારા શયનખંડમાં ગયો. પલંગ પર આડો પચો.... આંખો બંધ કરી.... ત્યાં મનમાં રથમર્દન નગરના વિચારો આવવા લાગ્યાં. માતા અને પિતાના વિચારો આવવા લાગ્યા. ઋષિદત્તાને જોઈને પિતાજી વગેરે કેવા સ્તબ્ધ થઈ જશે! એ વિચારે મને રોમાંચિત કરી દીધો. જ્યારે તેઓ સત્ય હકીકત જાણશે ત્યારે...!!! પરંતુ ત્યાં હું ગહન વિચારમાં પડી ગયો. સત્ય હકીકતમાં રુક્મિણી સંડોવાયેલી હતી.... જો એ વાત માતા-પિતા જાણે તો રુક્મિણી તરફ તેઓ અરુચિઉદ્વેગવાળાં બની જાય! રુક્મિણીને તુચ્છ દૃષ્ટિથી જુએ.... તો રુક્મિણીના મન ઉપર ઘેરા પ્રત્યાઘાતો પડે.... એનામાં ઉદ્વેગ અને ઉદાસીનતા ભરાઈ જાય.... એનું જીવન ખારું ખારું થઈ જાય.... ના, ના, એ વાત ખુલ્લી કરવાની જ નહીં. આ વાતમાં રુક્મિણીને લાવવાની જ નહીં. મારા મનમાં રુક્મિણી પ્રત્યે સહાનુભૂતિ પ્રગટી. રથમર્દન નગરમાં, રાજમહેલમાં.... કોઈના પણ હૃદયમાં રુક્મિણી પ્રત્યે અરુચિ ન જન્મે, એવું જ વાતાવરણ રહેવું જોઈએ. એના જીવનમાં થઈ ગયેલી ભૂલ કોઈનાય ખ્યાલમાં ન આવવી જોઈએ.... રુક્મિણીના હૃદયમાં મારા પ્રત્યે અને ઋષિદત્તા પ્રત્યે પૂર્ણ વિશ્વાસ છે.... એ વિશ્વાસ સાથે અમારી સાથે આવી રહી છે. હું પણ ક્યારેય એની ભૂલ યાદ નહીં કરાવું, એના હૃદયમાં દુઃખ થાય એવું For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ પાંપણે બાંધ્યું પાણિયારું હું નહીં કરું.... મારા તરફથી એ માત્ર સ્નેહ અને પ્રેમની જ ઇચ્છા રાખે, એ સ્વાભાવિક છે. હું આ વિચારોમાં ડૂબેલો હતો, ત્યાં શયનખંડમાં ઋષિદત્તા આવી પહોંચી. સંધ્યાના ભોજનનો સમય થઈ ગયો હતો. એ ભોજન માટે બોલાવવા આવી હતી. હું એની સાથે ભોજન કરવા ગયો. મારી મુખાકૃતિ જોઈને એને ખ્યાલ આવી ગયો કે હું કોઈ ગંભીર વિચારોમાં ડૂબેલો છું, પણ એણે મને કાંઈ પૂછ્યું નહીં. ભોજન પછી રુક્મિણી એનાં માતા-પિતાને મળવા રાજમહેલે ગઈ. હું મહેલના ઝરૂખામાં જઈને બેઠો, આવશ્યક કાર્યોથી પરવારીને ઋષિદત્તા મારી પાસે આવીને બેઠી. મેં મૌનપણે એની સામે જોયું. એણે અર્થપૂર્ણ દૃષ્ટિથી મારી સામે જોયું. બે પળ મૌન છવાયું. ઋષિદત્તાએ કહ્યું : ‘નાથ, મારે એક મહત્ત્વની વાત કહેવી છે.' ‘કહે!’ ‘મને નિર્દોષ સિદ્ધ કરવા જતાં રુક્મિણી દોષિત જાહેર ન થઈ જાય, એની આપણે પૂરી સાવધાની રાખવી જોઈએ.’ ‘તદ્દન સત્ય વાત છે તારી. મારા મનમાં પણ એ જ વાત રમે છે, આજે સાંજે મારા મનમાં આ જ વિચારો ચાલતા હતા.' ‘આપ કોઈ ગંભીર વિચારમાં છો, એમ તો મને સાંજે જ લાગેલું.’ ‘એ ગંભીર વિચાર આ જ હતો કે રુક્મિણીની ભૂલ થમર્દન નગરમાં જાહેર કરવાની ભૂલ આપણી ન થઈ જાય! અલબત્ત, તને જીવંત જોઈને માતાજી, પિતાજી અને સમગ્ર નગ૨ આશ્ચર્યમાં ગરકાવ થઈ જવાનું છે! તું સુરક્ષિત છે, જીવંત છે.... એ જ તારી નિર્દોષતાને સિદ્ધ કરવા માટે શું પર્યાપ્ત મુદ્દો નથી?’ ‘સુલસા યોગિનીની વાત કરી શકાય, નહીં?' ‘કરી શકાય, પણ એને પ્રેરણા આપનાર રુક્મિણી હતી, એ વાત ન નીકળવી જોઈએ.... માત્ર યોગિનીનો જ નિર્દેશ કરીએ તો પ્રશ્ન થાય ને કે યોગિનીને એવું અધમ કૃત્ય કરવાની શી જરૂર હતી? ઋષિદત્તા તરફ એને શત્રુતા શાથી હતી?’ ઋષિદત્તા વિચારમાં પડી ગઈ. થોડી ક્ષણો વિચારમાં પસાર થઈ ગઈ. તેણે કહ્યું : ‘એમ રજૂઆત થઈ શકે કે યોગિની રુક્મિણીની સખી હતી. જ્યારે For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૧૩૩ યોગિનીએ જાણ્યું કે કુમાર રસ્તામાંથી જ એક ઋષિકન્યાને પરણીને પાછો વળી ગયો છે અને રુક્મિણીએ એ કુમાર સિવાય બીજા કોઈ સાથે નહીં પરણવાનો નિર્ણય કર્યો છે. ત્યારે એ યોગિનીએ સ્વયં જ આ પર્યંત્ર રચ્યું. એમાં એને સફળતા મળી એમ લાગ્યું ત્યારે એણે કાવેરી જઈને રુક્મિણીને વાત કરી! રુક્મિણીએ યોગિનીને ઠપકો આપ્યો... વગેરે..” | ‘લગ્ન પછી આ વાત રુક્મિણીએ મને કહી. મેં રુક્મિણીના પિતાને કહી, એમણે યોગિનીને દેશ બહાર કાઢી મૂકી....” બરાબર!' ઋષિદત્તા રાજી રાજી થઈ ગઈ. અને પિતાજી જ્યારે આ ઘટના જાણશે, તારી નિર્દોષતા સિદ્ધ થશે ત્યારે કેવા લજ્જા પામશે?” “લજ્જા જ નહીં, તેઓને પારાવાર પશ્ચાત્તાપ થશે. હૃદયમાં ઘોર વેદના અનુભવશે.... એમની આંખો આંસુઓથી છલકાઈ જશે.” બોલતાં બોલતાં ઋષિદત્તાની આંખો ભીની થઈ ગઈ. મેં કહ્યું : “પણ એક સાવધાની રાખવાની છે! જયારે પિતાજી પોતાની ભૂલને યાદ કરીને કલ્પાંત કરે, ત્યારે રુકિમણી સ્વયં પોતાની ભૂલ કબૂલી ન લે! ભાવુકતામાં ક્યારેક આવી ભૂલ થઈ જતી હોય છે... અચાનક એ બોલી ઊઠે કે “ના ના... પિતાજી, આપની ભૂલ નથી, ભૂલ તો મારી છે.... મેં યોગિની દ્વારા પર્યંત્ર - રચાવ્યું હતું....” સાચી વાત છે આપની, રુક્મિણીને હું સમજાવી દઈશ.” “તારા અંગે હજુ કોઈ સમાચાર પિતાજીને જણાવ્યા નથી. તેઓ બધા તો આ બધી પરિસ્થિતિથી સાવ અજાણ છે.. તને જોઈને તેમને ખૂબ વિસ્મય થશે.” થવા દેવું જોઈએ વિસ્મય. હમણાં આપણે કંઈ જ જણાવવું નથી.” અમારી વાતો ચાલતી હતી, ત્યાં રુમિણી રાજમહેલથી આવી ગઈ હતી. તે આવીને ઋષિદત્તાની પડખે બેસી ગઈ. ઋષિદત્તાએ કહ્યું : રુક્મિણી, તું તો રથમદન નગરને પહેલી જ વાર જોઈશ ખરું ને?' “એ તો ખરું, પરંતુ એ પહેલાં તો આપના આશ્રમને જોઈશ! જે આશ્રમમાં આપનો જન્મ થયો, આપ મોટાં થયાં..... અને છેલ્લે જે આશ્રમે આપની રક્ષા કરી! એ આશ્રમની માટી માથે ચઢાવીશ..” For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ પાંપણે બાંધ્યું પાણિયારું એ આશ્રમમાં ભગવાન ઋષભદેવનું જિનાલય જોઈને તું ખુશ થઈ જઈશ.” અને જ્યારે તું મારી માતાને જોઈશ.... એનો પ્રેમ.... એનું વાત્સલ્ય મેળવીશ ત્યારે તો ધન્ય બની જઈશ! ઋષિદત્તાને એનો અનુભવ છે....” પછી તો ઋષિદત્તાએ મારી માતાનો એવો પરિચય આપ્યો કે રુક્મિણી ગદ્ગદ્ થઈ ગઈ. વાતોમાં રાત વીતી ગઈ હતી. સવારે જ અમારે પ્રસ્થાન કરવાનું હતું. થોડી તૈયારીઓ કરવાની બાકી હતી. અમે ત્યાંથી ઊઠ્યાં અને અમારાં કાર્યોમાં ગૂંથાઈ ગયાં. કાવેરી અને રથમર્દન નગરની ખાટી-મીઠી સ્મૃતિઓ વાગોળતો વાગોળતો હું નિદ્રાધીન થઈ ગયો. For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ રાજપરિવારની અને નગરજનોની અશ્રુભીની હાર્દિક વિદાય લઈને અમે રથમર્દન નગર તરફ પ્રયાણ કરી દીધું. જે માર્ગે અમે આવ્યાં હતાં, એ જ માર્ગે પાછા જવાનું નક્કી કર્યું હતું, કારણ કે રુક્મિણીને ઋષિદત્તાનો આશ્રમ જોવાની તાલાવેલી હતી. ઋષિદત્તાને એના પિતા રાજર્ષિના સ્તૂપનાં દર્શન કરવાની ભાવના હતી અને મારી ઇચ્છા પરમાત્મા ઋષભદેવનાં દર્શન-પૂજનની હતી. આશ્રમ આવતાં અમે ત્યાં પડાવ નાંખ્યો. રુકિમણીને લઈ ઋષિદત્તા મંદિરનાં પગથિયાં ચઢી ગઈ. હું એમની પાછળ જ હતો. ભગવાન ષભદેવનાં દર્શનસ્તવન કરતાં મારાં રોમરોમ વિકસ્વર થઈ ગયાં. અમે ત્રણેયએ ખૂબ ભાવભરી સ્તવના કરી. ત્યાંથી અમે સ્વ. રાજર્ષિના સ્તૂપ પાસે ગયાં. ઋષિદત્તાનું હસતું મુખ ગંભીર બની ગયું. એની ચંચળ આંખો સ્થિર બની ગઈ.... સ્થિર આંખો ભીની થઈ ગઈ... અને તે પંચાંગ પ્રણિપાત કરતી જમીન પર બેસી ગઈ. મેં અને રુકિમણીએ પણ પ્રણિપાત કરી, રાજર્ષિને શ્રદ્ધાંજલિ આપી. મેં ઋષિદત્તાને બે હાથે પકડીને ઊભી કરી.... ઋષિદત્તા તો રડી રહી હતી. મેં મારા ઉત્તરીય વસ્ત્રથી એની આંખો લૂછી. અમિણીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. તેણે ઋષિદત્તાનો હાથ પકડી લીધો હતો. અમે ત્યાંથી એ ઝૂંપડીમાં ગયાં કે જ્યાં રાજર્ષિનો નિવાસ હતો અને ત્યાર પછી મુનિમારના રૂપે ઋષિદત્તાએ નિવાસ કર્યો હતો, ત્યાં અમે ત્રણેય બેઠાં. રુકિમણીએ ઋષિદનાને કહ્યું : “અહીં એક દિવસ રોકાઈ જઈએ તો?' ઋષિદત્તાએ મારી સામે જોયું. મેં સ્વીકૃતિસૂચક સ્મિત કર્યું. રુક્મિણી રાજી-રાજી થઈ ગઈ. આપણે આ કુટિરમાં જ રોકાઈશું!' એમ કહીને તેણે કુટિર સાફ કરવા માંડી. ઋષિદત્તાએ પરિચારિકાને બોલાવીને ભોજનાદિની જરૂરી સૂચના આપી દીધી. સેનાપતિને એક દિવસ રોકાવાનો નિર્દેશ આપ્યો. બે ઘડીમાં તો કુટિરને રુકિમણીએ પરિચારિકાઓ દ્વારા સુંદર રીતે સજાવી દીધી. મંદિરમાં ઘીના દીપકો પ્રગટાવ્યા. રાજર્ષિની સમાધિ ઉપર પણ દીપકો For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ પાંપણે બાંધ્યું પાણિયારું ઝગમગી ઊઠ્યાં... સંધ્યા પૂર્વે ભોજનાદિથી નિવૃત્ત થઈને અમે ત્રણેય આશ્રમના ઉદ્યાનમાં ફરવા નીકળી ગયા. ઋષિદત્તાએ પેલું સરોવર પણ રુકિમણીને બતાવ્યું કે જ્યાં સર્વપ્રથમ એણે મને જોયો હતો. આશ્રમના આસપાસના પ્રદેશમાં ફરીને અમે જિનમંદિરે પહોંચ્યાં. આરતીનો સમય થઈ ગયો હતો. અમે પ્રભુભક્તિમાં તલ્લીન બનીને આરતી ઉતારી. કુટિરમાં આવીને અમે બેઠાં. ઋષિદત્તાએ રુક્મિણીને પોતાનાં બાલ્યકાળનાં અનેક મધુર સંસ્મરણો સંભળાવ્યાં. એ બંનેનો એક બાજુ વાર્તાલાપ ચાલતો હતો, બીજી બાજુ હું મારા જીવનની આધ્યાત્મિક મુલવણી કરી રહ્યો હતો. રાત્રિનો એક પ્રહર વ્યતીત થઈ ગયો હતો. અમે સૂવાની તૈયારી કરી. બીજે દિવસે સવારે અમે ત્યાંથી પ્રયાણ કરી દીધું. હવે માર્ગમાં માત્ર એક જ વિસામો કરવાનો હતો, પછી રથમર્દન પહોંચી જવાનું હતું. આશ્રમે પહોંચ્યા પછી તુર્ત જ મેં બે ઘોડેસવારોને રથમદન નગરે મોકલીને પિતાજીને સંદેશો મોકલી દીધો હતો. જ્યારે અમે નગરની પાસે પહોંચ્યાં ત્યારે દૂરથી દેખાયું કે નગરની બહાર મોટો માનવમહેરામણ ઉમટ્યો છે! રથની ગતિ તીવ્ર થઈ. અલ્પ સમયમાં જ રથમદન નગરના બાહ્ય પ્રદેશમાં અમે પહોંચી ગયાં. પિતાજી સ્વયં સામે પધાર્યા હતા. મેં દૂરથી પિતાજીને જોયા. હું રથમાંથી નીચે ઊતરી ગયો. મારી પાછળ ઋષિદત્તા અને રુક્મિણી પણ નીચે ઊતરી ગયાં. મેં પિતાજીના ચરણોમાં નમસ્કાર કર્યા. ઋષિદત્તા અને રુક્મિણીએ દૂરથી જ પિતાજીને પ્રણામ કર્યા અને ઊભી રહી. હજારો નગરવાસીઓ ઉત્સવઘેલાં બની ગયાં હતાં. પિતાજીની સાથે હું પિતાજીના રથમાં બેઠો. મારા રથમાં ઋષિદત્તા અને રુક્મિણી બેઠાં. સ્વાગતયાત્રા શરૂ થઈ... રથમર્દનના રાજમાર્ગો પર ફરીને રાજમહેલે એ યાત્રા પૂરી થઈ. રાજમહેલના ઝરૂખામાં પહોંચી મેં સહુ નગરવાસીઓનું અભિવાદન કર્યું. * નગરવાસીઓ પ્રસન્નચિત્તે વીખરાયાં. હું ત્યાંથી નીકળીને, ઋષિદત્તા તથા રુક્મિણીને લઈને માતાજીની પાસે પહોંચ્યો. ચરણોમાં મસ્તક મૂકીને મેં વંદના કરી. ત્યારબાદ ઋષિદત્તાએ માતાના ચરણોમાં વંદના કરતાં કહ્યું : માતાજી, હું ઋષિદત્તા આપના ચરણે વંદના કરું છું...” માતાજી, હું રુક્મિણી આપના ચરણે વંદના કરું છું.....” For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૧૩૭ મહારાણી ક્ષણભર સ્તબ્ધ થઈ ગયાં... બંને પુત્રવધૂઓને જોઈ જ રહ્યાં... ઋષિદત્તાને જોઈને તેમને પોતાની આંખો પર વિશ્વાસ નથી પડતો! માતાએ મારી સામે જોયું. મેં કહ્યું : “મા, આ બંને તારી પુત્રવધૂઓ છે! “પણ, આ મારી ઋષિદત્તા ક્યાંથી?' સજીવન થઈ? એમ પૂછે છે ને?' મને કાંઈ સમજાતું નથી...બેટા, ઋષિને જોઈને મારા આશ્ચર્યનો પાર નથી..” “મા તારા આશ્ચર્યનો અંત આવી જશે, જ્યારે તું પૂરો વૃત્તાંત સાંભળીશ!' અમે પિતાજીને વંદના કરી આવીએ; પછી વાત કરું છું.. અમે પિતાજીના ખંડમાં પહોંચ્યાં. મેં પિતાજીના ચરણોમાં પ્રણામ કર્યા. ઋષિદત્તા અને રુકિમણીએ પણ પ્રણામ કર્યા. પિતાજીએ મને તેમની પાસે બેસાડી કુશળતા પૂછી... રુકિમણીની સામે જોયું. પાસે ઊભેલી ઋષિદત્તાને જોઈ.... તેઓ કાંઈક વિચારમાં પડી ગયા અને મારી સામે જોઈ પૂછ્યું : કુમાર, રુકિમણીની સાથે આ કોણ છે?' ઋષિદત્તા!” ? એ કેવી રીતે હોઈ શકે? એને તો....' પિતાજી, ઘ રક્ષતિ રક્ષિત:- જે મનુષ્ય પોતાના હૃદયમાં ધર્મની રક્ષા કરે છે, તેની રક્ષા ધર્મ કરે છે! આપ એ જલ્લાદોને બોલાવીને પૂછો કે એમણે ઋષિદનાનો વધ કર્યો હતો? પછી હું બધી વાત કરીશ!' પિતાજી વિચારમાં ગરકાવ થઈ ગયા. મેં કહ્યું : “પિતાજી, ઋષિદત્તા સંપૂર્ણ નિર્દોષ છે. એના ઉપર કોણે અને કેવી રીતે આરોપ મૂક્યો, તે વાત પછી આપને કરું છું. અમે પરવારી લઈએ. ભોજનાદિથી નિવૃત્ત થયા પછી બધી વાત કરીશ. મારી માતાને પણ બધી વાત જણાવવી છે....” ભલે, તમે સહુ પહેલાં સ્નાનાદિથી નિવૃત્ત થાઓ.” હું, ઋષિદરા અને રુક્મિણીની સાથે મારા ખંડમાં પહોંચ્યો અને દૈનિક ચર્યામાં પરોવાયો. ઋષિ અને રુક્મિણી માતાની પાસે ચાલ્યાં ગયાં. રાજમહેલમાં ઋષિદત્તાના આગમનની વાત ફેલાઈ ગઈ... સાથે સાથે નગરમાં પણ એ વાત ફેલાવા લાગી. ભોજનાદિથી નિવૃત્ત થઈ અમે સહુ પિતાજીના ખંડમાં ભેગાં થયાં. મેં વાતનો પ્રારંભ કર્યો. સ્મશાનમાં ઋષિદત્તાનું મૂચ્છિત થઈ જવું, જલ્લાદોનું For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ પાંપણે બાંધ્યું પાણિયારું મૂચ્છિત ઋષિદત્તાને મરેલી સમજીને ચાલ્યા જવું. ત્યારથી માંડીને બધી જ વાત મેં કરી. કાવેરીમાં રુકિમણી દ્વારા સુલસા જોગણના પથંત્રની જાણકારી કેવી રીતે મળી. તે વાત જ્યારે કરી, ત્યારે પિતાજીના શ્વાસ અધ્ધર થઈ ગયા... મા તો ઋષિદત્તાને પોતાના ખોળામાં લઈ પંપાળવા લાગી ગઈ. રુક્મિણી સાડીના પાલવથી પોતાની ભીની આંખો લૂછવા લાગી. વાતાવરણ અતિ કરુણાભીનું બની ગયું. પિતાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. તેઓ ગદ્ગદ્ સ્વરે બોલ્યા : મારે હાથે ઘોર અન્યાય થઈ ગયો.... મહાસતી એવી પુત્રવધૂ પર કાળો કેર વર્તાઈ ગયો. કેવું ઘોર પાપ ક્યું? કેવાં ચીકણાં પાપકર્મો મેં બાંધ્યાં?' પિતાજી, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. મેં તેઓને શાંત કરવા પ્રયત્ન કર્યો અને કહ્યું : પિતાજી, ઋષિદનાનું જ કોઈ પાપકર્મ ઉદયમાં આવેલું, તેથી જ એના પર કિલંક આવ્યું, આપ પણ શું કરો? હવે આપ શોક ન કરો. જેને અંત સારો તેનું બધું સારું! ઋયિદત્તા જીવંત મળી ગઈ..... એ જ પુણ્યોદય - “બેટા, તારી વાત સાચી છે, પરંતુ મારાં કુકર્મોનો મને ઘોર પશ્ચાત્તાપ થાય છે.... મેં મારી પુત્રવધૂ ઉપર કેવો જુલમ ગુજાર્યો? બેટી ઋષિદત્તા, મારા અપરાધની તારી પાસે ક્ષમા માગું છું....' પિતાજીના કરુણ આક્રંદે અમને સહુને રડાવી દીધાં. ઋષિદત્તાએ સ્વસ્થ બની કહ્યું : “પિતાજી, આપે ક્ષમા માગવાની ન હોય. આપ પ્રજાવત્સલ છો. આપના હૈયે પ્રજાનું હિત વસેલું છે... પ્રજાજનોની હત્યાથી આપનું હૃદય અકળાય તે સ્વાભાવિક છે. અને પરિસ્થિતિ તથા સંયોગો જ એવા ઊભા થઈ ગયા હતા કે આપ મને સજા કરો... આપે પુત્રસ્નેહનું બલિદાન આપ્યું અને પ્રજાની સુરક્ષા માટે પગલું ભર્યું... આપ નિર્દોષ છો....” ઋષિદત્તાની વાતથી પિતાજીને થોડી શાંતિ મળી, પરંતુ તેમના હૈયાની વેદના તો તેવી ને તેવી જ રહી. તેમણે કહ્યું : કુમાર, નગરજનોને ઋષિદરાની નિર્દોષતાનો ખ્યાલ આવી જવો જોઈએ. માટે આવતી કાલે રાજસભામાં હું સુલસા જોગણના પયંત્રની વાત કરીશ, જાહેરમાં ઋષિદત્તાની ક્ષમા માગીશ....' પિતાજીએ અમને સહુને જવાની અનુજ્ઞા આપી. માતાની સાથે અમે સહુ બહાર નીકળ્યાં અને માતાના ખંડમાં પહોંચ્યાં. રુકિમણીએ માતાની આગળ ઋષિદતાની પેટભરી પ્રશંસા કરવા માંડી. ઋષિદત્તાએ કહ્યું : “જો મારી પ્રશંસા For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૧૩૯ કરવી હોય તો હું ચાલી જાઉં!' ત્યારે રુક્મિણીએ વાત બંધ કરી. પછી તો માતા સાથે ઘણી વાતો કરી. માનું હૃદય પ્રફુલ્લિત થઈ ગયું. બીજા દિવસે ભવ્ય રાજદરબાર ભરાયો. નગરના મહાજન ઉપરાંત બીજા અનેક પ્રતિષ્ઠિત સજ્જનો રાજદરબારમાં આવ્યા હતા. સહુના મુખ ઉપર ઉલ્લાસ હતો, ઉમંગ હતો.... ગંભીરતા હતી માત્ર પિતાજીના મુખ ઉપર, રાજદરબારની પ્રાથમિક વિધિ પૂર્ણ થયા પછી પિતાજીએ પોતાનું વક્તવ્ય શરૂ કર્યું. જ્યારે તેઓએ ઋષિદત્તાને કલંકિત કરવા યોજાયેલા પાંત્રની વાત કરી ત્યારે સહુના મુખ ઉપર સુલસા જોગણ પર તિરસ્કારનો ભાવ તરી આવ્યો.... જ્યારે તેઓએ ઋષિદત્તાના બચી જવાની, જડીબુટ્ટીથી પુરુષરૂપે બદલાઈ જવાની અને છેવટે મારી સાથે કાવેરી સુધી જવાની.... વગેરે વાતો કરી.... રાજદરબારમાં આનંદનું મોજું ઊછળવા માંડ્યું. ઋષિદત્તાને લઈને હું આવ્યો છું, એ વાત જાહેર કરતાં રાજસભામાં ઋષિદત્તાનો જયજયકાર થઈ ગયો. થોડી ક્ષણો મૌનમાં વીતી .... પુનઃ પિતાજીએ પોતાનું વક્તવ્ય શરૂ કર્યું : ‘વફાદાર મંત્રીમંડળ અને વહાલા નગરજનો! તમને કદાચ મારો નિર્ણય જાણીને ખૂબ દુ:ખ થશે, પરંતુ માર્ચ એ નિર્ણય જણાવવો જ રહ્યો. મારું મન આ સંસારથી ઉદ્વિગ્ન બની ગયું છે. હવે હું ત્યાગના-સંયમના માર્ગે જવા ઇચ્છું છું. આમેય હવે રાજકુમાર કનકરથ રાજા બનવા યોગ્ય બની ગયો છે, મને વિશ્વાસ છે કે એ રાજ્યનું સુંદર સંચાલન કરશે અને પ્રજાનું સુચારુ પાલન કરશે. હવે આત્મકલ્યાણ સાધી લેવાની મારી ઉંમર છે, વૃદ્ધાવસ્થા આવી જ ગઈ છે. જીવન ચંચળ છે. ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થતી જાય છે, હજુ જ્યાં સુધી દેહ અને ઇન્દ્રિયો સશક્ત છે, ત્યાં સુધી ચારિત્રધર્મની આરાધના કરી લઉં.... પહેલા શુભ મુહૂર્તો હું ૨ાજકુમારનો રાજ્યાભિષેક કરીશ, પછી હું ચારિત્રના માર્ગે પ્રયાણ કરીશ. પિતાજીએ રાજપુરોહિતને રાજ્યાભિષેકનો શુભ દિવસ જોવાની આજ્ઞા પણ કરી દીધી. પિતાજીએ એકાએક.... અચાનક કરેલી સંસારત્યાગની જાહેરાતથી હું ડઘાઈ જ ગયો. મારી માતા રાજસભામાં હાજર ન હતાં તે સારું થયું. જો તે હોત તો શું થાત? એ કરુણ કલ્પાંત કરત.... બેભાન બની જાત.... રાજસભાનું વિસર્જન થયું. લોકો વીખરાઈ ગયા. હું પિતાજીની સાથે જ For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ પાંપણે બાંધ્યું પાણિયારું રાજમહેલમાં આવ્યો. પિતાજી સીધા જ મારી માતાની પાસે ગયા. હું મારા નિવાસમાં પહોંચ્યો. ત્યાં ઋષિદત્તા અને રુક્મિણી મારી રાહ જોતાં હતાં. મેં જઈને રાજસભામાં બનેલી બધી વાતો કહી સંભળાવી. જ્યારે મેં તેઓને પિતાજીની સંસારત્યાગની વાત કહી ત્યારે બંને ચેંકી ઊઠી. “શું ખરેખર પિતાજી સંયમના માર્ગે જશે? સાચે જ સંસારનો ત્યાગ કરી દેશે?” હા, પિતાજીને મેં ક્યારેય પોતાના નિર્ણયમાંથી ડગેલા જોયા નથી.” પરંતુ શું માતાજી એમને સંયમના માર્ગે જવા દેશે?” ભાવુક હૃદય તો જવાની રજા ન જ આપે, પરંતુ સમજદારી ત્યાગના માર્ગે જતા સ્વજનને રોકે પણ નહીં! માતા ખૂબ રુદન કરશે, કલ્પાંત કરશે.... પરંતુ એ પિતાજીના માર્ગમાં વિઘ્ન તો નહીં જ બને. છેવટે પિતાજીને માનવજીવનની સફળતા માટે આત્મકલ્યાણની સાધના કરવા દેવી જ જોઈએ.' “માતાજીને સમાચાર તો મળી ગયા હશે?” પિતાજી રાજસભામાંથી સીધા મારી પાસે જ ગયા. તેઓ આ વાત કરવા જ ગયા હશે.” તો તો....' બોલતાં ઋષિદત્તાની આંખો સજલ બની. મા ખૂબ રુદન કરતી હશે - એમ કહેવું છે ને?” “હા, હું જાઉં માતાજીની પાસે?' પિતાજી ત્યાંથી જાય એટલે તુર્ત જ આપણે માની પાસે જઈએ.” ઋષિદત્તા બોલી નહીં. તે ઊંડા વિચારમાં ખોવાઈ ગઈ. રુક્મિણી પણ જાણે શૂન્યમનસ્ક જેવી થઈ ગઈ. હું પશ્ચિમ દિશાના ઝરૂખામાં જઈને ઊભો રહ્યો...... નગરનાં મંદિરો ઉપર ફરકતી ધજાઓ નજરે પડી... ઉપર આકાશમાં ક્યાંક ક્યાંક ઊભેલી નાની નાની વાદળીઓને જોઈ. દૂર દૂર આકાશ અને ધરતીના મિલનને જોયું.. જાણે કે અંતયાત્રા શરૂ થઈ ગઈ હોય, એવો આભાસ થયો. પિતાજીના સંસારત્યાગના નિર્ણયે મારા અંત:કરણમાં પણ ખળભળાટ પેદા કરી દીધો હતો. ઊંડે ઊંડે મારા હૃદયમાં પણ સંયમજીવનનો પ્રેમ પડેલો હતો, એ મને સમજાયું. આ સંસારની અસારતાના, જીવનની ક્ષણિકતાના અને આત્માની વિશુદ્ધિના વિચારો મને ક્યારેક ક્યારેક આવી જતા હતા. ભોજનનો સમય થઈ ગયો હતો, પરંતુ કોઈને આજે ભોજનમાં રસ ન હતો....! For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २४ Acharya Shri Kailassagarsuri Gyanmandir શુભ મુહૂર્તે મારો રાજ્યાભિષેક થઈ ગયો. સમગ્ર રાજ્યમાં ભવ્ય મહોત્સવ ઊજવાયો. હજુ રાજ્યાભિષેક મહોત્સવની ઉજવણી પૂરી પણ નહોતી થઈ, ત્યાં ઉઘાનપાલકે સમાચાર આપ્યા કે બાહ્ય ઉદ્યાનમાં એક તેજસ્વી અને પ્રતિભાસંપન્ન જૈનાચાર્ય વિશાળ શિષ્ય-પરિવાર સાથે પધાર્યા છે. સમાચાર સાંભળી અમને સહુને ખૂબ જ હર્ષ થયો. પિતાજીને તો જોઈતું હતું ને મળી ગયું! પિતાજીની સાથે અમે સહુ એ પૂજ્ય આચાર્યશ્રીને વંદન કરવા અને તેઓનો ઉપદેશ સાંભળવા બાહ્ય ઉદ્યાનમાં ગયાં. આમ્રવૃક્ષો અને અશોકવૃક્ષોની ધટાઓમાં એવી નાની નાની કુટિરો હતી કે જ્યાં સાધુ-સંતો અને પદયાત્રિકો નિવાસ કરી શકે. અમે ત્યાં જોયું તો એ બધી જ કુટિરો અને એનાં આંગણ, સાધુપુરુષોની જ્ઞાન-ધ્યાન-ભક્તિ-સેવા વગેરે વિવિધ આરાધનાઓથી પુલકિત બની ગયાં હતાં. આચાર્ય ભગવંતનું પુણ્યનામ શ્રી ભદ્રાચાર્યજી હતું. જ્યારે અમે નતમસ્તક બની તેઓના ચરણે ભાવપૂર્ણ વંદના કરી, તેઓએ ‘ધર્મલાભ'નો આશીર્વાદ આપ્યો. તેઓનાં આશીર્વાદ-વચનોમાં મીઠાશ હતી, કરુણા હતી અને હૃદયને ઝણઝણાવી દેનાર શક્તિ હતી. તેઓએ અમને ધર્મોપદેશ આપ્યો. વૈષયક સુખોની નિઃસારતા, મારકતા અને ક્ષણિકતા સમજાવી. મોક્ષસુખની કલ્પના આપી. મોક્ષમાર્ગનું સ્વરૂપ અનેક દૃષ્ટાંતો અને તર્કોથી સમજાવ્યું. વાણીમાં જેવી મીઠાશ હતી, એવી જ વેધકતા હતી. રસલીન.... તલ્લીન બનીને અમે ઉપદેશ સાંભળ્યો. ઉપદેશ પૂર્ણ થતાં પિતાજીએ ઊભા થઈને, બે હાથ જોડી મસ્તક નમાવી આચાર્યદેવને વિનંતી કરી : ‘ભગવંત, મને ચારિત્રધર્મ આપી, આ સંસારમાંથી મુક્ત કરવાની કૃપા કરો. મને આ સંસારનાં સુખો દુઃખરૂપ લાગ્યાં છે. મારા હૈયે આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાની તમન્ના જાગી છે.’ ‘મહાનુભાવ! તમારો સંકલ્પ શ્રેષ્ઠ છે. તમે માનવજીવનને સફળ કરશો. અનંતકાળ જૂનાં કર્મનાં બંધનો તોડવાનો આ જ એક ઉત્તમ માર્ગ છે. વિલંબ કર્યા વિના સંકલ્પને આચરણમાં મૂકવો જોઈએ.’ For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ પાંપણે બાંધ્યું પાણિયારું - પિતાજીએ શ્રી ભદ્રાચાર્યજીના પાવન ચરણોમાં ચારિત્રધર્મ સ્વીકારી જીવન ધન્ય બનાવ્યું. સમગ્ર રાજ્યમાં જિનેશ્વર ભગવંતની ભક્તિનો ભવ્ય મહોત્સવ ઊજવાયો. થોડા મહિનાઓમાં,... થોડા દિવસોમાં નહીં ધારેલી ઘટનાઓ બની ગઈ. ઋષિદના કલંકિત બની... હું રુક્મિણી સાથે લગ્ન કરવા કાવેરી ગયો..... ઋષિદત્તાનું પુનઃ મિલન થયું.... મારો રાજ્યાભિષેક... અને પિતાજીનું ચારિત્રપંથે પ્રયાણ. આ બધું અણધાર્યું બની ગયું હતું. મંત્રીમંડળના સહયોગથી મેં રાજ્યતંત્ર વ્યવસ્થિત સંભાળી લીધું. મહાજન અને પ્રજાજનોનો મારા પ્રત્યે અપાર સ્નેહ હતો. મેં પણ પ્રજાના સુખ-દુઃખને જાણવાનો અને પ્રજાની તકલીફો દૂર કરવાનો અભિગમ ચાલુ રાખ્યો હતો. ઋષિદત્તા અને રુક્મિણી સાથે મારી સંસારયાત્રા આનંદપૂર્વક ચાલી રહી હતી. માતા જ્યાં સુધી જીવંત રહી ત્યાં સુધી મેં અને બંને રાણીઓએ પર્યાપ્ત સેવા કરી. પિતાજીના સંસાર-ત્યાગ પછી માતાએ થોડાંક જ વર્ષો પસાર કર્યા. તેના મૃત્યુથી મારા જીવનમાં એક મોટો અભાવ પેદા થઈ ગયો. એક દિવસ ત્રષિદત્તાએ પ્રભાત સમયે મને કહ્યું : “પ્રાણનાથ, આજે રાત્રે મેં એક સુંદર સ્વપ્ન જોયું! એક રથ જોયો... એ રથને બે સુંદર સિંહ જોડેલા હતા!' તું એક સિંહ જેવા પુત્રને જન્મ આપીશ... આપણે એ પુત્રનું નામ સિંહરથ પાડીશું!” ઋષિદત્તા ખૂબ પ્રસન્નચિત્ત બની ગઈ. એ ગર્ભવતી હતી. એનું રૂપલાવણ્ય ખીલી ઊઠ્યું હતું. એના મનમાં સારી સારી અભિલાષાઓ ઉત્પન્ન થતી હતી. એ અભિલાષાઓ હું પૂર્ણ કરતો હતો. ક્મિણી પણ પળેપળે ઋષિદત્તાની કાળજી રાખતી હતી. સમય પૂર્ણ થતાં ઋષિદત્તાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. સમગ્ર રાજ્યમાં ઘેર ઘેર ઉત્સવો મંડાયા. રાજમહેલ અસંખ્ય ફૂલમાળાઓથી અને દીપકોથી શણગારાયો. આખુંય રથમર્દન નગર શણગારવામાં આવ્યું. આમેય પ્રજાજનોને ઋષિદત્તા તરફ અત્યંત આદર હતો, ભક્તિ હતી, તેમાં પુત્રજન્મ થયો! ઋષિદત્તા માતા બની! પ્રજાજનોનો હર્ષ હિલોળે ચડ્યો. પુત્રજન્મના સમાચાર કાવેરી પહોંચતાં મહારાજા સુરસુંદર અને મહારાણી વાસુલા તુર્ત જ રથમર્દન નગરે આવી પહોંચ્યાં, કારણ કે તેઓ ઋષિદત્તાને For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૧૪૩ પોતાની પુત્રી માનતાં હતાં. આવીને તેમણે એ બધો જ વ્યવહાર કર્યો કે જે ઋષિદત્તાના પિતૃગૃહ તરફથી થવો જોઈએ. અમે રાજકુમારનું નામ “સિહરથ' રાખ્યું. અમે થોડાક વધુ દિવસો મહારાજા સુરસુંદરને રોકાઈ જવા આગ્રહ કર્યો. તેઓ રોકાઈ ગયા. રાણી વાસુલા તો સિંહરથને પોતાના ખોળામાંથી નીચે જ ન મૂકે. રુમિણી તો જાણે પોતે જ માતા હોય એ રીતે સિહરથને પ્રેમ આપતી હતી. ટૂંકમાં કહું તો સિંહાથનો જન્મ થતાં અમારો મહેલ ‘આનંદમહેલ” બની ગયો. વર્ષો પછી વર્ષો વીતવા લાગ્યાં. સંસારનાં અનેક કંધોમાંથી પસાર થતાં રહ્યાં... સંસારમાં જ્યાં અનંત જન્મો પસાર થઈ ગયા.... ત્યાં થોડાંક વર્ષોનું જીવન પસાર થતાં કેટલી વાર? સિંહ રથનો બાલ્યકાળ વીતી ગયો, તરુણાવસ્થા પણ પસાર થઈ ગઈ... અનેક કળાઓમાં એ પ્રવીણ બનતો ગયો. એક દિવસ કાવેરીથી સમાચાર આવ્યા કે મહારાણી વાસુલા અસ્વસ્થ છે, રુક્મિણીને યાદ કરે છે... તુરંત જ મેં રાજકુમાર સિંહરથ સાથે રુક્મિણીને કાવેરી જવા રવાના કરી. ભોજનાદિથી નિવૃત્ત થઈ સંધ્યા સમયે હું મહેલના પશ્ચિમ દિશાના ઝરૂખે બેઠો હતો. ક્ષિતિજ ઉપર સંધ્યા ખીલી હતી. સંધ્યાના રંગો જોવામાં હું લીન હતો, ત્યાં ઋષિદત્તા આવીને મારી પાસે બેસી ગઈ હતી.... તે બોલી : “સંધ્યા કેવી અદૂભુત ખીલી છે!' મેં ઋષિદત્તા સામે અર્થસૂચક દૃષ્ટિએ જોયું! પણ એની નજર ક્ષિતિજ પર મંડાઈ ગઈ હતી. અચાનક સખત પવન શરૂ થઈ ગયો અને ક્ષિતિજ પર કાળા ભમ્મર વાદળો ઘેરાઈ ગયાં! ‘દેવી, સંધ્યા વિલાઈ ગઈ! રંગો નષ્ટ થઈ ગયા! રોનક ચાલી ગઈ! “હું, બધું ક્ષણવારમાં... ડૂબી ગયું!' શું આપણું જીવન પણ આવું નથી? બધું જ ક્ષણિક! બધું જ અસ્થિર અને બધું જ નાશવંત!' સાચી વાત છે નાથ, યૌવનના રંગો કાણિક જ છે ને? જીવન નાશવંત જ છે ને? વૈભવો પણ અસ્થિર જ છે ને?” બસ, પાપકર્મનાં ઘનઘોર વાદળો ચઢી આવે, એટલી જ વાર! બધું હતું ન હતું થઈ જાય....” For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ પાંપણે બાંધ્યું પાણિયારું ઋષિદત્તા મૌન થઈ ગઈ. મારી દષ્ટિ દૂર દૂર અંધકાર તરફ મંડાઈ ગઈ. નગરમાં દીપકો પ્રગટી ગયા હતા. અંધકારમાં એ દીપકોનો પ્રકાશ મનને ગમી ગયો. પરંતુ આજે મન સ્વસ્થતાથી અને ગંભીરતાથી ચિંતન કરી રહ્યું હતું. ખરેખર, મને ક્યારેક આ રાજમહેલ... આ વૈભવ.... આ સ્નેહીસ્વજનો.. આ બધું જ છોડીને સંયમના માર્ગે ચાલી નીકળવાની તીવ્ર ઇચ્છા થઈ આવે છે. વળી મન પાછું મોહમાયામાં લપેટાઈ જાય છે....' | ઋષિદત્તા બોલી અને તેણે મારી સામે જોયું. ખંડમાં દીપકો પ્રગટી ગયા હતા. મેં ઋષિદત્તાની આંખોમાં વૈરાગ્યનું પ્રતિબિંબ જોયું. તેના મુખ પર અનાસક્તિના પડછાયા જોયા. જેવી તારા મનની સ્થિતિ છે એવી મારા મનની સ્થિતિ છે... એમાંય જ્યારે સંસારની દુઃખદ ઘટનાઓ જોવા મળે છે, સાંભળવા મળે છે, ત્યારે તો મન તીવ્ર વૈરાગ્ય અનુભવે છે. ક્યારેક તો રાત્રે કલાક-બે કલાક સુધી આત્મચિંતન ચાલ્યા કરે છે. સંસાર સ્વપ્નવત્ ભાસે છે... આત્માનું શુદ્ધ સ્વરૂપ ખૂબ ગમે છે.... સહજ રીતે આત્મધ્યાનમાં ડૂબી જવાય છે....” “નાથ, આપણા વિચારો.... આપણા આદર્શો.... કેટલા બધા સમાન છે! નાથ, આપણે આ જ જીવનમાં શું એવો પુરુષાર્થ ન કરી લઈએ કે સંસારપરિભ્રમણનો જ અંત આવી જાય! સર્વ કર્મોનો નાશ થઈ જાય.... આત્મા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ જાય!” કેમ ન થઈ શકે એવો પુરુષાર્થ? આપણો દઢ સંકલ્પ હોય તો એવો ધર્મપુરુષાર્થ અશક્ય નથી....' મોડી રાત સુધી અમારો આવો આધ્યાત્મિક વાર્તાલાપ ચાલતો રહ્યો. અમારા બંનેનાં હૃદય કોઈ અગમ્ય આનંદથી છલકાઈ ગયાં હતાં. શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં નિદ્રાધીન થયાં. બીજા દિવસે ઊઠીને પ્રાભાતિક કાર્યોથી નિવૃત્ત થઈને બેઠો હતો, ત્યાં ઉદ્યાનપાલકે નમન કરીને કહ્યું : મહારાજા, કુસુમાકર ઉદ્યાનમાં એક પ્રભાવસંપન્ન આચાર્ય ભગવંત, શિષ્ય પરિવાર સાથે પધાર્યા છે. તેઓ વિશિષ્ટ જ્ઞાની પુરુષ છે. એવું તેઓના બે શિષ્યો પાસેથી જાણવા મળ્યું છે.' મારા આનંદની અવધિ ન રહી. મેં વનપાલકને સુવર્ણનાં આભૂષણ ભેટ આપ્યાં અને નગરમાં જાહેર કરાવ્યું કે “કુસુમાકર ઉદ્યાનમાં મહાન જ્ઞાની For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૧૪૫ આચાર્ય ભગવંત પધાર્યા છે, તેઓનાં દર્શન કરવા અને તેમનો ઉપદેશ સાંભળવા સહુ ઉદ્યાનમાં જાય.' હું અને ઋષિદના અમારા પરિવાર સાથે ઉદ્યાનમાં પહોંચ્યાં. આચાર્ય ભગવંતનાં દર્શન કરતાં શરીર રોમાંચિત થઈ ગયું. હૈયું ગદ્ગદ્ થઈ ગયું. અમે વિનયપૂર્વક તેઓનો ઉપદેશ સાંભળવા બેસી ગયાં. આચાર્યદેવ હૃદયસ્પર્શી ઉપદેશ આપ્યો. તેઓનો એક એક શબ્દ અમારા રાગ-દ્વેષનાં ઝેર ઉતારી રહ્યો હતો... અમારાં મન પ્રફુલ્લિત થઈ ગયાં. આત્મભાવ ખૂબ નિર્મળ બન્યો. ઉપદેશ પૂરો થયા પછી, ઋષિદત્તાએ મસ્તકે અંજલિ જોડી આચાર્યદેવને પ્રશ્ન પૂછયો : હે કૃપાવંત, મેં પૂર્વભવમાં એવું ક્યું પાપકર્મ આચર્યું હતું કે જેના પરિણામે આ જીવનમાં મારા ઉપર “રાક્ષસી'નું કલંક આવ્યું આપ જ્ઞાની મહાપુરુષ છો.... ભૂતકાળ અને ભવિષ્યકાળ આપના જ્ઞાનમાં પ્રત્યક્ષ છે.... શું આપ મારી જિજ્ઞાસાને સંતોષવાની કૃપા કરશો? આચાર્ય ભગવંતે આંખો બંધ કરી. થોડીક ક્ષણો મૌન પથરાયું. સમગ્ર પર્ષદા ઋષિદત્તાના પ્રશ્નનો ઉત્તર સાંભળવા આતુર હતી, આચાર્યશ્રીએ આંખો ખોલી અને ઋષિદત્તાને સંબોધીને કહ્યું : હે પુણ્યશાલિની, તારા પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળ.” આ જ ભારતમાં ગંગાપુર નામનું નગર છે. તેમાં ગંગાદત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની રાણીનું નામ ગંગા હતું. તેમની પુત્રીનું નામ ગંગાસેના હતું. ગંગાપુરમાં ચન્દ્રયશા નામનાં સાધ્વી પધાર્યા. ગંગાસેના સાધ્વીજીના પરિચયમાં આવી. સાધ્વીજીના ઉપદેશથી ગંગાસેનાને સંસારનાં વૈષયિક સુખો અસાર લાગ્યાં. એ વધુ સમય સાધ્વીજીના સાન્નિધ્યમાં પસાર કરવા લાગી. એ નગરમાં સંગા નામની એક શ્રાવિકા હતી. એ પણ સાધ્વીજીના પરિચયમાં આવવાથી ધર્મના રંગે રંગાઈ, એણે એક મહિનાના ઉપવાસ શરૂ કર્યા, નગરમાં એની ખૂબ પ્રશંસા થવા લાગી. નગરવાસી લોકો સંગાનાં દર્શન માટે આવવા લાગ્યાં. ગંગાસેનામાં ઈર્ષ્યા જાગી. સંગાની પ્રશંસા સાંભળી શકતી નથી. રાતદિવસ ઈર્ષ્યાથી તે બળે છે. સંગાની પ્રશંસા થતી બંધ કરાવવા માટે એ ઉપાય વિચારવા લાગી! ગંગાસેના વિષયો પ્રત્યે વિરક્ત જરૂર હતી, પરંતુ તેનામાં For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ પાંપણે બાંધ્યું પાણિયારું ગુણાનુરાગ નહતો, પ્રમોદભાવ નહોતો, સંગાની તપશ્ચર્યાની પ્રશંસા કરવી તો દૂર રહી, એની પ્રશંસા ન થાય, એનો વિચાર કરવા લાગી. ગંગાસેનાના મનમાં એક ભયંકર વિચાર આવ્યો. તેણે નગરની સ્ત્રીઓ સમક્ષ વાત કરવા માંડી : “આ સંગા તો રાક્ષસી છે! રાત્રે તે માંસભક્ષણ કરે છે અને દિવસે તપ કરે છે...' વાત વાયુવેગે નગરમાં પ્રસરી ગઈ. સંગાના કાને પણ વાત આવી, પરંતુ તે મૌન રહી. સંગા પાસે જ્ઞાનદૃષ્ટિ હતી. તેણે જરાય પ્રતિકાર ન કર્યો, જરાય રોષ ન કર્યો.... પોતાનાં જ પાપકર્મનો દોષ જોયો. ખૂબ સમતાભાવે તેણે ઉપવાસ પૂરા કર્યા. સમય વીતી ગયો. ગંગાસેનાએ ક્યારેય પોતાની ભૂલનો સ્વીકાર ન કર્યો. ક્યારેય સંગાની ક્ષમા ન માંગી.... આયુષ્ય પૂરું થતાં એનું મૃત્યુ થયું. મરીને તે આ સંસારની અનેક દુર્ગતિઓમાં ભટકી. વળી એ જ ગંગાપુરમાં રાજપુત્રી થઈ. યૌવનમાં આવી. સાધ્વીજીનો સંયોગ થતાં સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રગટ્યો... એણે ચારિત્રધર્મ સ્વીકાર્યો, સાધ્વી બની ગઈ. સાધ્વી જીવનમાં તે કષાયો પર વિજય ન મેળવી શકી. ક્રોધકષાયને પરવશ પડી મૃત્યુ સમયે પણ આત્મનિરીક્ષણ ન કરી શકીએ કરેલા કષાયની આલોચના ન કરી. પ્રાયશ્ચિત્ત ન કર્યું... મરીને તે બીજા દેવલોકમાં ઇશાનેન્દ્રની રાણી બની. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને, તે હરિષણ રાજર્ષિની રાણી પ્રીતિમતિની કૂખે પુત્રી તરીકે જન્મી... તેનું નામ ઋષિદત્તા! હે ભદ્ર! તારા પર “રાક્ષસી' તરીકેનું કલંક શાથી આવ્યું, તે તું હવે સમજી હશે.” | ઋષિદત્તા પોતાના પૂર્વભવનો વૃત્તાંત સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. એને ત્યાં જ જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું. તેણે સ્વયં પોતાના પૂર્વભવ જોયા. જે પ્રમાણે આચાર્યશ્રી ભદ્રયશાચાર્યે એના ભવો બતાવ્યા હતા, તે જ પ્રમાણે એણે પોતાના ભવો જોયા.... તેનું મન સંસારનાં સુખો તરફ વિરક્ત બની ગયું. મારું મન પણ અત્યંત વિરાગી બની ગયું. આચાર્યદેવને પુનઃ વંદના કરી અને રાજમહેલે આવ્યાં. ભોજનાદિથી નિવૃત્ત થઈ, મેં ઋષિદત્તાને કહ્યું : “દેવી, કાવેરીથી સિંહરથકુમારને અને રુક્મિણીને For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું. ૧૪છે. બોલાવી લઈએ. સિંહરથનો રાજ્યાભિષેક કરી આપણે ચારિત્રમાર્ગે પ્રયાણ કરીએ.” ઋપિદત્તાએ મારો પ્રસ્તાવ વધાવી લીધો. મેં તુર્ત જ દૂતને બોલાવી કાવેરી જવાનો આદેશ આપ્યો, દૂત મારો સંદેશ લઈને અશ્વારૂઢ બની કાવેરી તરફ ઊપડી ગયો. બીજા દિવસે મહામંત્રીને બોલાવીને મારી ભાવના તેમને કહી, વયોવૃદ્ધ મહામંત્રીની આંખો ભીની થઈ ગઈ. થોડી વાર તેઓ કંઈ જ બોલ્યા નહીં... મેં કહ્યું : મહામંત્રી, આપ સુજ્ઞ છો, સંસારના સ્વરૂપને જાણો છો. છેલ્લા કેટલાય દિવસોથી મારા મનમાં આંતરસંઘર્ષ ચાલતો હતો.... છેવટે ગઈ કાલે પૂજ્ય આચાર્યદેવના મુખે રાણીના પૂર્વજન્મોનો વૃત્તાંત સાંભળ્યો અને વૈરાગ્યભાવના દઢ થઈ. રાણીને મેં મારો નિર્ણય જણાવ્યો ત્યારે તેમણે પણ મારી સાથે જ સંસારત્યાગ કરવાની ઇચ્છા બતાવી.' આપ સિંહરથને સંભાળજો. એનામાં અનેક સગુણો છે, છતાંય યુવાન વય છે. ક્યારેક કોઈ ભૂલ કરી બેસે તો આપ સુધારી લેશો. પ્રજાનું હિત એના હૈયે કાયમ રહે તે માટે સમયે સમયે એને માર્ગદર્શન આપજો.” મહારાજ, રાજપાટ છોડીને, અપાર વૈભવસંપત્તિનો ત્યાગ કરીને આપ ચારિત્રજીવન અંગીકાર કરવા ઇચ્છો છો, એ આપનો મહાન પુરુષાર્થ છે. માનવજીવનનો શ્રેષ્ઠ પુરુષાર્થ છે... આપનો નિર્ણય સાચો છે, સારો છે, પરંતુ આપના પ્રત્યેનો સ્નેહ મારા હૃદયને વ્યથિત કરે છે... બાકી, હવે મારે પણ કેટલાં વર્ષ જીવવાનું છે? હું તો આ સંસારમાં બે-ત્રણ વર્ષનો મહેમાન છું.... હું ચારિત્ર જીવન ન લઈ શક્યો, એનું મારા હૃદયમાં દુઃખ છે. હવે મારા માટે એ જીવન અસંભવ છે...” સિંહરથના રાજ્યાભિષેક અંગેની વાતો કરી અમે છૂટા પડ્યા. હું પૂર્ણ વફાદાર મહામંત્રીને જતા જોઈ રહ્યો. રાજ્યને અને રાજપરિવારને પોતાનો માની, એના તરફના પોતાના બધાં જ કર્તવ્યોને જિંદગીપર્યંત બજાવનારા એ મહાપુરુષને મારું મન વંદી રહ્યું. હું મારાં આવશ્યક કાર્યોમાં ગૂંથાયો. મધ્યાહૂનનો સમય થયો. ઋષિદત્તાએ મને ભોજનાદિથી પરવારવા કહ્યું. હું ભોજન માટે ભોજનાલયમાં ગયો. ત્યાં ઋષિદત્તાએ મને કહ્યું : For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ પાંપણે બાંધ્યું પાણિયારું “નાથ, જ્યારે આપણી વાત રુક્મિણી જાણશે ત્યારે તેને કેવો આઘાત લાગશે? વળી એના હૃદયમાં તો સંસારસુખની ઇચ્છાઓ ભરેલી છે.... શું આપે એનો વિચાર કર્યો?' ઋષિદત્તાની વાત સાંભળી હું વિચારમાં પડી ગયો. ઋષિદત્તાએ વળી પોતાની વાત આગળ વધારી : સિંહ રથને આપના ઉપર કેવો અગાધ પ્રેમ છે? એ શું આપને અનુમતિ આપશે? આપ વિરક્ત બન્યા છો, પરંતુ એ ક્યાં વિરક્ત બન્યો છે?” “તારી વાત સાચી છે, જીવને પોતાની રાગદશા જ દુ:ખી કરતી હોય છે, એમને આપણા બંને પ્રત્યે સ્નેહ છે માટે એ દુ:ખી થવાના, એમને આઘાત લાગવાનો.... હું એ બંનેને સમજાવવાનો પ્રયત્ન કરીશ જ.” થોડા દિવસો વીત્યા અને કાવેરીથી રુક્મિણી તથા સિહરથ આવી ગયાં. તેમને અચાનક બોલાવ્યાં હોવાથી એમના મનમાં કોઈ અણધારી ઘટનાની શંકા આવી હોય તે સ્વાભાવિક છે, ઉપર ઉપરથી તો તેમને એવું કંઈ લાગ્યું નહીં. નાન-ભોજનાદિથી નિવૃત્ત થઈ જ્યારે સિંહરથ મારી પાસે આવીને બેઠો, ત્યારે મેં એને ખૂબ વાત્સલ્યથી કહ્યું : સિંહરથ, થોડા જ દિવસોમાં તારો રાજ્યાભિષેક કરવાનો છે! માટે તને જલદી અહીં બોલાવી લીધો.” આટલી બધી ઉતાવળ શા માટે, પિતાજી?” “જીવન ચંચળ છે.... મને લાગે છે કે મારે હવે અવિલંબ આત્મકલ્યાણનો પુરુષાર્થ કરી લેવો જોઈએ.” “પિતાજી, હજુ ક્યાં વૃદ્ધાવસ્થા આવી ગઈ છે?' વત્સ, મૃત્યુ કોઈ પણ અવસ્થામાં આવી શકે છે... માટે જ્યારે હૃદયમાં આત્મકલ્યાણ સાધી લેવાનો ભાવ જાગે ત્યારે સાધના કરી લેવી જોઈએ. વળી, હવે તું સર્વ કલાઓમાં નિપુણ બન્યો છે. રાજ્યસંચાલન કરવાની યોગ્યતા તારામાં આવી ગઈ છે. માટે તને રાજ્ય સોંપી મેં અને તારી માતાએ, ચારિત્રના માર્ગે જવાનો નિર્ણય કર્યો છે.' સિંહરથના મુખ ઉપર ઉદાસીનતા છવાઈ ગઈ. એ કંઈ બોલ્યો નહીં. એની આંખો આર્ટ બની ગઈ હતી. મેં એના મસ્તકે હાથ મૂકી એને ખૂબ આશ્વાસન આપ્યું. એ મારી પાસેથી ઊઠીને, મને પ્રણામ કરીને એની માતા પાસે ચાલ્યો ગયો. For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૧૪૯ એના ગયા પછી રુક્મિણીએ ખંડમાં પ્રવેશ કર્યો. એક રાજરાણીને છાજે તેવી ગરિમા તેના મુખ પર ઝળકતી હતી. તેના વ્યક્તિત્વમાંથી અનેક આકાંક્ષાઓ ટપકતી હતી. તે આવીને મારા ચરણોમાં બેસી ગઈ. મારી કુશળતા પૂછીને એ જિજ્ઞાસાથી મારી સામે જોઈ રહી. રુકિમણી, થોડા જ દિવસોમાં સિહરથનો રાજ્યાભિષેક કરવાનો છે!” અચાનક નિર્ણય કર્યો?' હા, થોડાક દિવસો પહેલાં અહીં પધારેલા એક જ્ઞાની મહાપુરુષ આચાર્યદેવના મુખે ઋષિદત્તાના પૂર્વજન્મોનો વૃત્તાંત સાંભળીને આ સંસારની ભયંકરતા સમજાઈ, વિષયિક સુખોનો રાગ ચાલ્યો ગયો. હૃદય ખૂબ જ અનાસક્ત બની ગયું.... જેવી મારી મનોદશા સર્જાઈ તેવી જ મનોદશા ઋષિદનાની સર્જાઈ.... અમે બંનેએ સંસારત્યાગ કરવાનો નિર્ણય કર્યો. તેથી તુર્ત તમને બોલાવવા દૂતને કાવેરી મોકલ્યો.” રુક્મિણી એકાગ્રતાથી અને ગંભીરતાથી મારી વાત સાંભળી રહી હતી. હું જ્યાં અટક્યો, તેણે કહ્યું : “સ્વામીનાથ, શું આપ બંને ચારિત્રના માર્ગે જ શો? મારા મનમાં એવો વૈરાગ્યનો ભાવ જ જાગતો નથી.... હું શું કરીશ, નાથ? ‘દેવી, તારે સિંહરથને સંભાળવાનો. સિહરથના જીવનની જવાબદારી તારી. ભલે તું સંયમના માર્ગે ન આવી શકે, ગૃહસ્થ જીવનમાં ધર્મમય જીવન જીવવાનું.. આ માનવજીવન ધર્મપુરુષાર્થ માટે જ છે.' રુક્મિણી રડી પડી. મેં એને પ્રેમથી સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ તેના મનનું સમાધાન થતું ન લાગ્યું. ત્યાં સિંહરથને લઈને ઋષિદત્તાએ ખંડમાં પ્રવેશ કર્યો. સિંહ રથના મુખ પર ઘોર ગ્લાનિ, ઉદાસીનતા અને અસ્વસ્થતા ઘેરાયેલી હતી. ઋષિદત્તાએ રુક્મિણી અને સિંહરથને ઉદ્દેશીને એવી હૃદયસ્પર્શી તત્ત્વજ્ઞાનની વાતો કરી કે એ બંનેનો વિષાદ દૂર થયો. રાગ અને મોહના પ્રભાવમાંથી કાંઈક મુક્ત થયા. વાતાવરણમાં હળવાશ આવી. બીજા દિવસે સવારે ઋષિદત્તાએ મને કહ્યું : “રાત્રે રુક્મિણીએ ખૂબ જ રુદન કર્યું હતું. એ કંઈ બોલતી ન હતી... બસ, ૨ઢ્યા જ કરતી હતી....' “તું એના મનનું સમાધાન કરવા પ્રયત્ન કરતી રહેજે. બે-ચાર દિવસોમાં એનું મન સ્વસ્થ થઈ જશે....' For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫o. પાંપણે બાંધ્યું પાણિયારું સિંહરથના રાજ્યાભિષેકનો દિવસ આવી ગયો. સમગ્ર રાજ્યમાં મહોત્સવ મંડાયો, ભવ્ય દબદબા સાથે સિહરથનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. રાજ્યાભિષેકના સમયે જ મેં મારો સંસારત્યાગનો નિર્ણય જાહેર કર્યો. નગરના બાહ્ય ઉદ્યાનમાં આચાર્યશ્રી ભદ્રયશાચાર્યજી બિરાજમાન હતા. તેઓની જ્ઞાનદૃષ્ટિ અનાગતના ભાવોને પણ જાણતી હતી! અમે બીજા જ દિવસે આચાર્ય ભગવંતના ચરણોમાં પહોંચ્યાં... વિનયપૂર્વક મસ્તકે અંજલિ જોડી કહ્યું : “ગુરુદેવ, અમને ચારિત્રધર્મ આપી આ ભવસાગરથી તારવાની કૃપા કરો.” મહાનુભાવ, તમારી ભાવના શ્રેષ્ઠ છે. ચારિત્રધર્મની આરાધના કરી માનવજીવન સફળ કરી લેવાનું છે. અનાદિકાલીન પરિભ્રમણનો અંત લાવી દેવાનો છે.” નગરનાં જિનમંદિરોમાં પ્રભુભક્તિના મહોત્સવો મંડાયા. મિત્ર રાજ્યોના અનેક રાજાઓ અને રાજકુમારો રથમર્દન નગરમાં આવી પહોંચ્યા. કાવેરીથી મહારાજા સુરસુંદર પણ સપરિવાર આવી ગયા. શુભ દિવસ અને શુભ મુહૂર્ત પૂજ્ય આચાર્યદેવે મને અને ઋષિદત્તાને ચારિત્રધર્મ આપવાની કૃપા કરી. અમારાં આનંદની અવધિ ન રહી. પૂજ્ય ગુરુદેવની સાથે અમે રથમઈન નગરથી વિહાર કર્યો. અમારી સંયમયાત્રાનો પ્રારંભ થઈ ગયો. પૂજ્ય ગુરુદેવશ્રીનો પ્રતિપળ વિનય કરીને મેં શ્રુતજ્ઞાન મેળવવા માંડ્યું. ઋષિદના સાધ્વીસંઘમાં રહીને સંયમસાધના કરવા લાગી. જ્ઞાન અને ધ્યાન સાથે અમે તીવ્ર તપશ્ચર્યા કરવા માંડી. ધર્મધ્યાનમાં લીન રહેવા માંડ્યું. અમારું એક જ લક્ષ કર્મક્ષયનું હતું! સર્વ કર્મોનો નાશ કરી આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાનું! - સંયમજીવનનાં વર્ષો પસાર થવા લાગ્યાં. અમારી આત્મવિશુદ્ધિ નિરંતર વધતી ચાલીએક દિવસ હું જંગલમાં એક પથ્થરની શિલા પર બેસીને ધર્મધ્યાનમાં લીન હતો. ત્યાં વર્ષોલ્લાસ વધી ગયો.... ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશ થઈ ગયો... ઘાતકર્મોનો નાશ થઈ ગયો. મને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ.. સાધ્વી ઋષિદરાને પણ પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું. For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा तीर्थ Acharya Sri Kailasasagarsuri Gyanmandir Sri Mahavir Jain Aradhana Kendra Koba Tirth, Gandhinagar-382 007 (Guj.) INDIA Website : www.kobatirth.org E-mail: gyanmandir@kobatirth.org ISBN:978-81-89177-06-5 For Private And Personal use only