Page #1
--------------------------------------------------------------------------
________________
પાપતત્વનું સ્વરૂપ મુનિ શ્રી નરવાહનવિજયજી
પાપતત્વના વ્યાસી ભેદો હોય છે. પાપ કોને કહેવાય ? અંતરમાં કોઇપણ પદાર્થો પ્રત્યે નારાજી થવી-દુ:ખ થવું-ગ્લાની થવી તે પાપ કહેવાય છે.
અવિરતિના ઉદયથી અનાદિકાળથી જીવને પાપનો બંધ સદાય માટે ચાલુ જ હોય છે. અનુકૂળ પદાર્થો પ્રત્યે રાગ અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે દ્વેષ એનેજ જ્ઞાની ભગવંતો એ પાપના પરિણામ રૂપે કહેલા છે. આ વિચારધારા જે ચાલ્યા કરે એનેજ અવિરતિનો ઉદય કહેલો છે. પરિણામ એટલે અધ્યવસાય એ બે વસ્તુ એક જ છે. અનુકૂળ પદાર્થોમાં રાજી અને પ્રતિકૂળ પદાર્થોમાં નારાજ થયા કરવી એ પરિણામ કહેલો છે.
જીવ જ્યારે સ્વેચ્છાએ અવિરતિનો સર્વથા ત્યાગ કરી સર્વવિરતિના પરિણામોને પામે છે. ત્યારે એ જીવોને અનુકૂળ પદાર્થોમાં રાજીપાની અને પ્રતિકૂળ પદાર્થોમાં નારાજીની વિચારણાઓ કોઇ કાળે થઇ સકતી નથી એ જીવોને તો જે પદાર્થો મલે તેમાં સંયમ પુષ્ટિ કેમ કરવી અને પદાર્થો ન મલે તેમાં તપોવૃધ્ધિ કેમ કરવી એ વિચારણા ચાલ્યા કરે છે. ત્યારે એ જીવો ખરેખર છઠ્ઠા ગુણસ્થાનકના પરિણામને પામેલા છે. એમ કહેવાય છે. આ જીવોએ મનથી, વચનથી, કાયાથી કરવા રૂપે-કરાવવા રૂપે અને અનુમોદવા રૂપે અવિરતિના ઉદયને સર્વથા ત્યાગ કરેલો છે એમ કહેવાય છે.
જે જીવોને અવિરતિનો ઉદય ચાલુ હોય છે તેના રાગાદિ પરિણામો ક્રમસર જો સાવધ ન રહે તો વૃધ્ધિ પામતા રહે છે એટલે અનુકૂળ પદાર્થોમાં રાજીપો અને પ્રતિકૂળ પદાર્થોમાં નારાજીપણું વધતું જાય છે.
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનાં જીવો જ્યાં સુધી આ અવિરતિના પરિણામને ઓળખીને સાવચેતી પૂર્વક જીવન જીવે નહિ ત્યાં સુધી પાપના વ્યાસી ભેદોમાંથી કોઇપણ ભેદો સમયે સમયે બંધમાં ચાલુ ને ચાલુ જ રહેતા હોય છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, નામ, ગોત્ર અને અંતરાય. આ સાતે કર્મનો. બંધ જીવોને સતત ચાલુ જ હોય છે. તે સાતે કર્મોના ધ્યાસી ભેદોમાંથી અનુકૂળ પદાર્થોમાં જેટલો રાગ વધારે અને પ્રતિકૂળ પદાર્થોમાં દ્વેષ વધારે એ પરિણામોથી જે ભેદો બંધાતા હોય છે તે તીવ્ર રસે બંધાય છે.
જગતમાં રહેલા સઘળાં જીવો જ્યારે દુઃખ આવે ત્યારે સ્વેચ્છાએ કોઇ વેઠતું નથી. સ્વેચ્છાએ દુ:ખ વેઠવા માટે અપુનબંધક દશાનો પરિણામ જોઇશે. અનુળતાની આશામાં ને આશામાં દુ:ખ વેઠવું પડે છે માટે જીવો દુ:ખ વેઠે છે. આજે નહિને કાલે દુઃખ જતું રહેશે ક્યાં સુધી રહેવાનું છે. એવા વિચારોથી દુ:ખા વેઠતા જાય છે અને પાપનો બંધ કરતા જાય છે. દુ:ખ આવે, તકલીફઆવે અરે આવવાની હોય એમ ખબર પડે તો કયા પરિણામથી એ દુ:ખ ભોગવીએ છીએ એ વિચાર રોજ આપણે કરવાનો છે.
અનાદિકાળથી પાપના પરિણામ સતત ચાલુ છે. દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતાં કરતાં એ વિચાર ધારામાં ઘસારો થઇ રહ્યો છે એવું આપણને લાગે છે ખરું ?
Page 1 of 126
Page #2
--------------------------------------------------------------------------
________________
સહન કરીને-કોઇકનું કામ કરીને-અરે ધર્મક્રિયા કરીને પણ પુણ્ય તો કદાચ બંધાઇ જાય પરંતુ આપણો જે પાપનો પરિણામ સતત ચાલે છે એને ઓળખવાનો વિચાર ખરો ?
મેં પાપ કર્યું છે માટે દુઃખ આવ્યું છે. આવો વિચાર દુઃખ આવે ત્યારે આવે છે ખરો ? તો પાપના ઉદ્દે આવેલા દુ:ખને રાગાદિ પરિણામ કર્યા વગર સહન કરી લઇશ તો તેનાથી જરૂર મારા પાપ કર્મોનો નાશ થશે એવો કોઇ વિચાર દુ:ખના કાળમાં આવે છે ખરો ?
ભગવાનની ભક્તિ, સાધુની સેવા, ધર્મ, આરાધના કરતાં પાપથી બચવાનો એટલે પાપથી. સાવચેતી રાખી બચવાનો કોઇ વિચાર કરો છો ખરા ?
પાપના પરિણામથી પાપની પ્રકૃતિનો રસ સહજ રીતે જ બાંધતા જઇએ છીએ.
પ્રતિકૂળતા આવે ત્યારે અનુકૂળતા આવશે એવી આશામાં ને આશામાં પ્રતિકૂળતા વેઠવાનો પ્રયત્ન કરીએ છીએ પણ તે વખતે એમ વિચાર આવે કે પ્રતિકૂળતામાં જોઇએ એવો ધર્મ થઇ શકતો નથી માટે જ્યારે અનુકૂળતા આવશે, શરીર સારૂં થશે ત્યારે, હવે ધર્મ આરાધના સિવાય બીજું કાંઇ કરીશ નહિ, આવા વિચારો આવે છે ખરા ? આવા વિચારો કરવામાં આવે તો નિર્જરા વિશેષ થાય. રોગ આવે ત્યારે શરીર સારું કરવા-નિરોગી બનાવવા માટે દવા લેવાનો ચતુર્વિધ સંઘને નિષેધ છે પણ સમાધિ ટકાવવા અસમાધિ થતી હોય તો તે દૂર કરવા દવા લેવાય. માટે આવા વિચારો લાવવા માટે વારંવાર આવા વિચારો કરતાં રહીએ તો પાપના વિચારો આપણને પજવી શકે નહિ આ પ્રયત્નો ચાલુ છે ને ?
આ રીતે કરતાં પાપના વિચારોને જો સંયમીત કરતા જઇએ તો અઢાર પાપ સ્થાનકોનાં વિચારો આપણને કાંઇ કરી શકવાના નથી. અઢાર પાપ શેના કારણે થાય ? હિંસા, ચોરી વગેરે શાથી થાય ? પ્રતિકૂળતા ગમતી નથી અને અનુકૂળતા કેમ વધારેને વધારે મલ્યા કરે એ વિચારો ચાલ્યા કરે છે માટે જ આ બધુ થાય છે.
સારા દેખાવા માટે જૂઠ બોલવા માટે પણ તૈયાર. હિંસા કરવા માટે પણ તૈયાર. માટે જીવો સમયે સમયે પાપ બાંધ્યા જ કરે છે. અને તે પણ પાપને પાપરૂપે બાંધતા નથી પણ આવા વિચારોથી પાપને અનુબંધ રૂપે બાંધતા જાય છે.
આખો દિવસ આવીને આવીજ વિચાર ધારા ચાલ્યા કરતી હોય તો પછી ભગવાનની ભક્તિ કરતાં-દર્શન કરતાં એ ભગવાનના ગુણો મારા પોતાના છે એવો ભાવ આપણને પેદા કરવા દે ક્યાંથી ? ભગવાનના દર્શન, સેવા, ભક્તિમાં એકાગ્ર જીવ થતો જાય તેમ તેમ અમના ગુણો દેખાતાં જાય તેમાંથી જ પોતાના આત્માના ગુણોનું દર્શન સહજ રીતે થતું જાય. જ્યાં સુધી અનુકૂળતામાં રાગનો સંયમ અને પ્રતિકૂળતામાં દ્વેષનો સંયમ ન થાય ત્યાં સુધી ભગવાનના ગુણ એ મારા ગુણ છે એ વિચારણા તેના અંતરમાં આવતી નથી.
સાતે કર્મોનો બંધ દરેક જીવોને નવમાં ગુણસ્થાનક સુધી સતત ચાલુ જ હોય છે એને અટકાવી શકીએ એવી આપણી તાકાત નથી, આપણી શક્તિ એટલી જ છે કે એ પાપ અનુબંધ રૂપે જે બંધાર અટકાવી શકીએ અને વિશેષમાં પાપનો રસ ઓછો એટલે અલ્પ કરી શકીએ એ શક્તિ પણ આપણને ભગવાનના શાસનમાંથી મળે છે. જે રીતે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ તે ભક્તિથી જરૂર પાપનો રસ ઓછો થાય છે અને અનુબંધ રૂપે પાપ જરૂર બંધાતું નથી એવો અનુભવ થાય છે ખરો ? જેમ જેમ એ જીવ સારી ભક્તિ કરે તેમ તેમ આ અનુભવ થાય છે ને ? અવિરતિનો ઉદય ચાલુ હોય છે માટે પાપ બંધાવાનું તો છે પણ ભક્તિ કરતાં કરતાં એનો રસ અલ્પ બંધાય છે એવો અનુભવ ખરો ને ? આવો.
Page 2 of 126
Page #3
--------------------------------------------------------------------------
________________
વિશ્વાસ પેદા થાય છે કે નહિ ?
સર્વવિરતિવાળાને જ પાપ અલ્પ રસે બંધાય એવો નિયમ નથી. પહેલા ગુણસ્થાનકમાં રહેલા અપુનર્બધક દશાના પરિણામને પામેલા અથવા પામવાની ઇચ્છાવાળા આત્મિક ગુણનું દર્શન કરવાની અભિલાષાવાળા તે પરિણામની સ્થિરતા કરતા કરતા જીવે તો પાપ પ્રકૃતિ અનુબંધ રૂપે બંધાય નહિ એવો શાસ્ત્રોનો નિયમ રૂપે કોલ છે. અઢાર પાપસ્થાનકના પરિણામ આપણા અંતરમાં બેઠેલા છે. એ પરિણામને પુષ્ટ કરવા, વેગ આપવા એ પરિણામને સ્થિર કરવાના પરિણામો તો અનાદિ કાલથી બેઠેલાજ છે. એને આળખવાની શક્તિ ભગવાનની ભક્તિમાં છે. જેમ જેમ વિશેષ ભક્તિ કરતો જાય તેમ તેમ પાપના પરિણામો ઓળખાતા જાય અને શક્તિ મુજબ સંયમીત થતા જાય. એ વિચાર ધારા ચાલુ થઇ જાય તો પાપને અનુબંધ રૂપે બંધાવે નહિ. આવી રીતની ભક્તિ જીવનમાં કોઇ દિ થઇ છે એવો અનુભવ કે વિશ્વાસ પેદા થાય છે ખરો ?
- અવર અનાદિની ચાલ નીતુ નીતુ તજીએજી એ મહાપુરૂષોએ જે લખ્યું છે તેમાં તજીએ જી નો. અનુભવ થાય છે કે ભજીએ જીનો અનુભવ કરીએ છીએ ? ન તજી શકાય તો પાપના પરિણામને ઓળખીને તો જીવાયને ?
શ્રેણિક મહારાજા પોતાની આખી જીંદગીમાં અવિરતિનો ત્યાગ કરી શક્યા નથી પણ અવિરતિને ઓળખીને એવી રીતે જીવન જીવ્યા કે એ જ અવિરતિના ઉદયકાળમાં ક્ષાયિક સમ્યકત્વ પામ્યા અને તીર્થંકર નામકર્મ નિકાચીત પણ કરી શક્યા. માટે જ જ્ઞાની ભગવંતો કહે છે કે ભગવાનની ભક્તિ પાપના પરિણામોને ઓળખવામાં સહાયભૂત થાય છે. એટલે જ જૈન શાસનમાં વૈરાગ્યપૂર્ણ ત્યાગની કિંમત છે. વૈરાગ્ય વગરના ત્યાગની કિંમત નથી જ. નહિંતર વૈરાગ્ય વગરનો ત્યાગ ઉંચામાં ઉંચી કોટિનો તો અભવ્ય-દુર્ભવ્ય-ભારેકર્મી ભવ્ય જીવોમાં પણ હોય છે. એનાથી આગળ વધીને જ્ઞાનીઓ કહે છે કે ત્યાગ કદાચ ન થાય તોય ચાલશે પણ પાપના પરિણામને આધીન થઇને જીવવું જ નથી એટલુંય લક્ષ્ય ખરૂં? આવું લક્ષ્ય હોય તો પાપનો તીવ્રરસ પડવા દે નહિ !
આટલો આટલો ધર્મ કરવા છતાં હજી મને કેમ અનુકૂળ પદાર્થોની ઇરછાઓ થયા કરે છે ? એવો. પાપના પરિણામ પર ગુસ્સો કરવાનો છે. પાંચસો કે હજારનો અનુકૂળ પદાર્થ તો આપણે અહીં મૂકીને જવાનો છે અને તે આપણને હજી માયા કરાવે, ગુસ્સો કરાવે, રાગ દ્વેષ કરાવે, જૂઠ બોલાવે એમ કેમ બન્યા કરે છે ? એ રાગાદિ પરિણામો આપણને પાપનો અનુબંધ બંધાવે છે તેને માટે જ મનુષ્ય જન્મ વેડફી નાંખીએ છીએ એમ લાગે છે ખરું?
એવા નાશવંત પદાર્થ માટે જૂઠ બોલીને-સળતા મલે તો વારંવાર બોલીનેવઘાર કરીન, શાબાશી આપીએ છીએ વાહ વાહ બ હોંશિયાર થઇ ગયો. આવા વિચારો અને વચનોની તીવ્રતાથી પાપના અનુબંધ પણ તીવ્રતા રૂપે થયા કરે છે. વર્ષોથી ભગવાનની અષ્ટ પ્રકારી પૂજા કરી તો આવા વિચારોને તિલાંજલી આપી કે નહિ ?
શરીરની કાળજી રખાવે તે કલ્યાણ મિત્ર નહિ પણ દુશ્મન કહેવાય. આત્માની કાળજી રખાવીને જીવન જીવાડે તે કલ્યાણ મિત્ર કહેવાય છે. ઘરમાં આવા કલ્યાણ મિત્રો રાખ્યા છે ? દુર્ગતિમાં જતા હોય તો કાંડુ પડીને રોકનાર કોઇ છે ? માટે જ ભગવાનની ભક્તિ કરીને પાપના પરિણામને ઓળખવાનું લક્ષ્ય રાખવાનું છે. પાપના સંસ્કાર તો અનાદિકાળથી આત્મામાં બેઠેલા છે. તેના પરિણામને જે ઓળખીશું નહિ તો મળેલી સામગ્રી ભવાંતરમાં પણ મલશે નહિ એવા કર્મનો બંધ થયા જ કરશે. તો આ સામગ્રી દુર્લભ
Page 3 of 126
Page #4
--------------------------------------------------------------------------
________________
બનાવવી છે ?
પાપના પરિણામ સંયમીત ન થાય ત્યાં સુધી ભગવાનની ભક્તિના વખાણ કરવાની ઇચ્છા થાય નહિ. દુશ્મન દુશ્મન લાગે તો પ્રતિપક્ષી ચીજ સારી લાગે પણ દુશ્મન જ જ્યાં સુધી મિત્ર લાગે, ગમ્યા કરે ત્યાં સુધી બધું નકામું પરિણામને ઓળખતા શીખવું હોય તો બધી રીતે જીવન જીવીને ઓળખી શકીએ.
આપણે પાપને દુશ્મન રૂપે આંખ મીંચાય ત્યારે ઓળખીશું? ક્યાં સુધી રાહ જોવાની ? પાપનો રસ ઓછો કરવા મોહને સાચવવાનો નહિ, મોહની સામે જોરદાર લાલ આંખ જોઇશે અને દુશ્મનને દુશ્મન માનીને જ જીવન જીવવું પડશે એ માટે જ મનુષ્ય જન્મની કિંમત આંકી છે અને એ કારણે મનુષ્ય જન્મ દુર્લભ કહ્યો છે.
ચાર ઘાતી કર્મનાં ૪૫ ભેદો પાપના થાય છે. જ્ઞાનાવરણીયના-૫, દર્શનાવરણીયના-૯, મોહનીયના-૨૬, અને અંતરાયના-૫ = ૪૫ થાય છે. આ ચાર ઘાતી કર્મના પાપના તત્વરૂપે ૪૫ ભેદ થાય. છે. એ તો ચાલુ જ છે. એ તીવ્ર રસે કે અલ્પ રસે બંધાયા જ કરે છે. તેને અલ્પ રસે કરવા એ આપણા હાથની વાત છે પણ ક્યારે ? ભગવાનની ભક્તિ, સાધુની સેવા, ધર્મનું આચરણ એ માટે કરતા હોઇએ તો. જ થાય ને ?
જ્ઞાનાવરણીય કર્મ- જ્ઞાનનાં પાંચ ભેદો છે. તેને આવરણ કરનાર કર્મ-જ્ઞાન ગુણને દબાવનારા કર્મો તે જ્ઞાનાવરણીય કર્મો કહેવાય છે. અનાદિકાલથી જીવને, રાગને અને દ્વેષને સ્થિર કરવાનો સ્વભાવ રહેલો છે એ સ્થિર સ્વભાવને બદલવાને માટે સન્ની પર્યાપ્તપણું જ જોઇએ.
એકેન્દ્રિયથી અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા સુધીનાં જીવોને અનુકૂળ પદાર્થોમાં જ સર્વસ્વ સુખનો સ્વભાવ રહેલો હોય છે. એવી ખોટી અનુભૂતિમાં જ જીવન જીવ્યા કરે છે. આથી એ જીવોનો અનુકૂળ પદાર્થો પ્રત્યેનો રાગ સ્થિર બુદ્ધિ રૂપે બનતો જાય છે અને આથી એ જીવોને સન્નીપણું દુર્લભ થતું જાય છે. એજ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમભાવથી રાગના પરિણામોને સ્થિર બુધ્ધિ રૂપે બનાવીને અસન્ની પણામાં જ ભટકતા ભટકતા ર્યા કરે છે.
જ્ઞાનાવરણીય કર્મનાં પાંચ ભેદો હોય છે.
(૧) મતિ જ્ઞાનાવરણીય, (૨) મૃત જ્ઞાનાવરણીય, (૩) અવધિ જ્ઞાનાવરણીય, (૪) મન:પર્યવા જ્ઞાનાવરણીય, (૫) કેવલ જ્ઞાનાવરણીય..
આ પાંચ ભેદોમાંથી મતિ જ્ઞાનાવરણીય અને શ્રુત જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમભાવ જગતના સર્વ જીવો ને સમયે સમયે ચાલુ જ હોય છે.
એકેન્દ્રિય જીવોને અક્ષરના અનંતમાં ભાગ જેટલો યોપશમ ભાવ હોય છે. તેનાથી બેઇન્દ્રિય જીવોને અસંખ્ય ગુણ કે અનંત ગુણ અધિક ક્ષયોપશમ ભાવ હોય છે. એનાથી તેઇન્દ્રિય જીવોને અધિકતેનાથી ચઉરીન્દ્રિય જીવોને અધિક અને તેનાથી અસન્ની પંચેન્દ્રિય જીવોને અધિક ક્ષયોપશમ ભાવ હોય છે. આ જીવોને દ્રવ્ય મન ન હોવાથી અનુકૂળ પદાર્થના સુખમાં જ સર્વસ્વરૂપે બુધ્ધિ ક્ષયોપશમ ભાવે રહેલી હોય છે. આથી એ સુખમાં સ્થિર બુદ્ધિ પેદા થતી જાય છે. આના કારણે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ આ જીવો ને માટે સંસાર વધારવાનું જ કામ કર્યા કરે છે. તેઓને બચાવવાની શક્તિ તીર્થંકર પરમાત્માઓ પાસે પણ નથી. જ્ઞાન એટલે શું ? જગતમાં રહેલા પદાર્થોને જાણવાની ઇચ્છા થાય એને જ્ઞાન કહ્યું છે. એ પદાર્થોનું જ્ઞાન જે થાય છે તેમાં કેટલાક પદાર્થોનું જ્ઞાન સ્પર્શથી, કેટલાક પદાર્થોનું જ્ઞાન રસ એટલે સ્વાદથી, કેટલાક પદાર્થોનું જ્ઞાન ગંધથી, કેટલાક પદાર્થોનું જ્ઞાન દેખવાથી અને
Page 4 of 126
Page #5
--------------------------------------------------------------------------
________________
કેટલાક પદાર્થોનું જ્ઞાન સાંભળવાથી થઇ શકે છે. એ રીતે જ્ઞાનને જાણવાનો પ્રકારો કહેલા છે અને કેટલાક પદાર્થોને કોઇની સહાય વગર આત્મ પ્રત્યક્ષથી પણ જીવો જાણી શકે છે માટે જ્ઞાની ભગવંતો એ ક્ષયોપશમ ભાવે અને ક્ષાયિક ભાવે જ્ઞાનના પાંચ ભેદો પાડેલા છે. મતિ જ્ઞાન-શ્રુત જ્ઞાન-અવધિ જ્ઞાન-મન:પર્યવ જ્ઞાન અને કેવલ જ્ઞાન રૂપે.કેવલ જ્ઞાની જગતમાં રહેલા સઘળા પદાર્થોને જોઇ શકે છે અને જાણી શકે છે. જ્યારે બાકીના જ્ઞાનથી જગતમાં રહેલા અમુક અમુક પદાર્થોને જાણી શકાય છે. પણ સંપૂર્ણ જાણી શકાતા નથી. માત્ર રૂપી પદાર્થોને જાણી શકે છે. માટે જ્ઞાન એટલે જગતમાં પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે જાણકારી પ્રાપ્ત થાય તેને જ્ઞાન કહેવાય છે. એમાં આવરણ કરનારા જે કર્યો હોય તેને જ્ઞાનાવરણીય કર્મો કહેવાય છે.
એવાં કર્મોના ઉદયથી જગતમાં રહેલા પદાર્થોને આપણે જાણી શકીએ નહિ કારણ કે જગતમાં રહેલા બધા પદાર્થો ને જાણી શકીએ એવો ક્ષયોપશમ ભાવ આપણી પાસે નથી. તે પદાર્થોને જાણવાની શક્તિ પેદા થાય નહિ એવું જે કર્મ તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. તે કર્મથી આપણી જાણવાની શક્તિ અવરાયેલી છે માટે તે પદાર્થોને સ્વતંત્ર રૂપે જાણી શકીએ એવી આપણી પાસે તાકાત નથી. માટે બીજાની. સહાય હોય તો થોડા ઘણાં પદાર્થોને જાણી શકીએ. બીજાની સહાય એટલે ઇન્દ્રિયોની સહાય હોય અને એ ઇન્દ્રિયોનો ક્ષયોપશમભાવ વિધમાન હોય તો જગતમાં રહેલા પદાર્થોમાંથી થોડા ઘણાં પદાર્થોને જાણી શકીએ છીએ. પણ સ્વતંત્ર રીતે જાણી શકતા નથી. માટે જ્ઞાન બે પ્રકારના કહેલા છે.
(૧) ઇન્દ્રિય પ્રત્યક્ષ અને (૨) આત્મ પ્રત્યક્ષ.
ઇન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન બે પ્રકારે હોય છે. (૧) મતિ જ્ઞાન અને (૨) મૃત જ્ઞાન. જે બે ને પરોક્ષ જ્ઞાના પણ કહેવાય છે.
આત્મ પ્રત્યક્ષથી જ્ઞાનનાં ત્રણ ભેદો હોય છે. (૧) અવધિ જ્ઞાન, (૨) મન:પર્યવ જ્ઞાન, (૩) કેવલ જ્ઞાન.
આ ત્રણ જ્ઞાનથી જગતમાં રહેલા પદાર્થોને જાણવા માટે આત્માને ઇન્દ્રિયાદિની સહાયની જરૂર હોતી નથી. આત્મા પોતાના ક્ષયોપશમ ભાવથી જાણી શકે છે. એટલે તેમાં પણ અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાન જે આત્મપ્રત્યક્ષ છે તે જગતમાં રહેલા રૂપી પદાર્થોને જ જાણી શકે છે. જ્યારે કેવલજ્ઞાન જે છે એ સાયિક ભાવે હોય છે કે જેનાથી જગતમાં રહેલા રૂપી અને અરૂપી બન્ને પ્રકારના પદાર્થોને આત્મા પ્રત્યક્ષ રૂપે જાણી શકે છે.
મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન ઇન્દ્રિયની સહાયથો પેદા થતાં હોવાથી પરોક્ષ જ્ઞાન કહ્યા છે. કારણ કે આત્મા ઇન્દ્રિયોનો ક્ષયોપશમ ભાવ હોય તો જ્ઞાન પેદા કરી શકે એ ક્ષયોપશમ ન હોય તો જ્ઞાન પેદા કરી શકતો નથી માટે પરોક્ષ જ્ઞાન કહેવાય છે.
જેમકે સ્પર્શ કરવા લાયક પદાર્થોનું જ્ઞાન મેળવવું હોય તો સ્પર્શેન્દ્રિયની સાથે તે પદાર્થનો સંયોગ પેદા થવો જોઇએ. એ પદાર્થનો સંયોગ થાય અને સ્પર્શેન્દ્રિયનો ક્ષયોપશમ ભાવ એટલો બધો ન હોય તો તે દાર્થનો સંયોગ થયેલો હોવા છતાં તેનું જ્ઞાન પેદા થતું નથી માટે જો ક્ષયોપશમ ભાવ સ્પર્શેન્દ્રિય નો હોય તોજ તે પદાર્થ સુંવાળો છે, ખરબચડો છે, સ્નિગ્ધ છે કે રૂક્ષ છે, ભારે છે કે હલકો છે, શીત છે કે ઉષ્ણ છે તે તરત જ ખબર પડે છે. માટે મતિ અને શ્રુત જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેલા છે.
અનુકૂળ પદાર્થોમાં જ સુખ સર્વસ્વ છે. એવા સંસ્કાર અનાદિકાળના સાથે લઇને જીવ આવ્યો હોય અને પદાર્થના સંયોગથી એ સુખના રાગને જ્ઞાનથી પુષ્ટ કરતો હોય તો તે મિથ્યાત્વના કારણે રાગાદિ પરિણામની વૃદ્ધિ કરવામાં એ જ્ઞાન સહાયભૂત થાય છે. અર્થાત થતું જાય છે માટે તેવા જ્ઞાનના ક્ષયોપશમ
Page 5 of 126
Page #6
--------------------------------------------------------------------------
________________
ભાવને જ્ઞાની ભગવંતોએ અજ્ઞાન કહેલું છે.
આથી જ જ્ઞાની ભગવંતો કહે છે કે સન્નીપણું પામી-જૈન શાસનમાં જન્મ પામી-મિથ્યાત્વના ઉદયકાળમાં જ્ઞાનના ક્ષયપોશમ ભાવના કારણે અભ્યાસ કરી-સાડા નવ પૂર્વ સુધીનું જ્ઞાન ભણે પણ તે અનુકૂળ પદાર્થના સુખના રાગને પુષ્ટ કરવામાં સહાયભૂત થતું હોવાથી એવા જ્ઞાનને પણ અજ્ઞાન કહેલું
મતિ અને શ્રત આ બે જ્ઞાનની આપણને જરૂર છે. તે જ્ઞાનથી સીધે સીધા જગતમાં રહેલા પદાર્થો જાણી શકાતા નથી. ઇન્દ્રિયની સહાયથી તે જાણી શકાય છે માટે ચૌદ રાજલોકમાં રહેલા પદાર્થોનું જ્ઞાન આપણે મળેલી ઇન્દ્રિયોની સહાયથી મેળવી શકીએ છીએ.
મનનમ ઇતિ મતિ. વિચારણા કરવી તે મતિ કહેવાય છે. મતિ-બુદ્ધિ-શ્રુતિ એ બધા મતિજ્ઞાનનાં પર્યાય વાચી શબ્દો છે. આ બધી વિચારણાઓ એટલે ભૂતકાળની-વર્તમાનકાળની અને ભવિષ્યકાળના પદાર્થોની વિચારણા સન્ની જીવોજ કરી શકે છે. મતિ એટલે ભૂતકાળના પદાર્થોના પર્યાયોની વિચારણા કરવી તે એટલે ભૂતકાળમાં અનુભવેલા પદાર્થોની વિચારણાઓ કરવી તે મતિ કહેવાય છે.
બુદ્ધિ એટલે વર્તમાન કાળમાં અનભવાતા પદાર્થોની વિચારણાઓ કરવી તે બુદ્ધિ કહેવાય છે.
શ્રુતિ એટલે ભવિષ્યકાળના પદાર્થોની વિચારણાઓ કરવી એટલે ભવિષ્યમાં ભોગવવા યોગ્ય, સાચવવા યોગ્ય, મેળવવા યોગ્ય, વધારવા યોગ્ય અને ન ચાલ્યા જાય એની કાળજી રાખવા યોગ્ય પદાર્થોની વિચારણાઓ કરવી તે શ્રુતિ કહેવાય છે.
બોધિ પ્રાપ્ત કરવી હોય તો શ્રધ્ધાએ-મેહાએ-ધિઇએ- ધારણાએ-અણુપેહાએ-વધ્ધમાનીએ એવા પરિણામો ક્રમસર વૃદ્ધિ પામતાં પામતાં પેદા કરતા જઇએ પછી જ બોધિ એટલે સમજીતની પ્રાપ્તિ થાય ત્યારે જ્ઞાન જ્ઞાન રૂપે પરિણામ પામે. જો મિથ્યાત્વની હાજરીમાં પદાર્થોનું જ્ઞાન થાય તો તે અજ્ઞાન કહેવાય છે.
કમાવાની મહેનત કરીને-વધુ કમાઇને ભેગું કરીને-સાચવીને રાખે અને દિકરા માટે કે ઘરવાળા માટે મૂકીને ભોગવવાના ટાઇમે ચાલતો થઇ જાય એટલે ઉપડી જાય તો લોક દુનિયામાં શું કહે ? ભલે ભાઇ ગયો પણ ઘરવાળાને કે દીકરાને સુખી કરીને ગયો પણ સુખી કરવાની લ્હાયમાં ને લ્હાયમાં જે રીતે મહેનતા કરતો હતો તો તે પોતે ક્યાં ગયો ? તેનો વિચાર કોણ કરે છે ? એ જીવ ધર્મ કર્યા વગર મરણ પામ્યો એનો વિચાર કેટલા કરે ?
માટે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી જ્ઞાન અને અજ્ઞાન બન્ને પેદા થઇ શકે. મિથ્યાત્વની હાજરીમાં જે જ્ઞાન પેદા થાય તે અજ્ઞાન કહેવાય. સમકીતની હાજરીમાં અથવા સમકીત પામવાના પુરૂષાર્થમાં જે જ્ઞાન પેદા થાય તે જ્ઞાન કહેવાય છે. આપણને કયું જ્ઞાન પેદા થાય છે. જ્ઞાન કે અજ્ઞાન એ વિચાર કરવાનો છે.
આપણને જે મતિ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ છે તેનો, અનુકૂળ પદાર્થો કેમ મેળવવા, વધારવા, ભોગવવા, સાચવવા, ટકાવવા ન ચાલ્યા જાય એની કાળજી રાખવા કર્યા કરતાં હોઇએ તો તે જ્ઞાનનો દુરૂપયોગ કહેવાય છે.
- દુનિયામાં અનુકૂળ પદાર્થોમાં જે સુખ છે તેના કરતાં ચઢીયાતું સુખ બીજું દુનિયામાં જરૂર છે એવી બુદ્ધિ અંતરમાં પેદા થાય છે ખરી ? એ સુખ મારા આત્મામાં રહેલું છે માટે મારી પાસે છે એવી વિચારણા જેટલી વાર વારંવાર કરીએ અને એ સંસ્કારને દ્રઢ કરીએ તેને જ્ઞાની ભગવંતો એ જ્ઞાનનાં વિચારો કહ્યા છે. આવી વિચારણાઓ પેદા ન થાય એવા જ્ઞાનને અજ્ઞાન રૂપે કહ્યું છે. આ બધો મતિ જ્ઞાનનો દુરૂપયોગ છે.
પાણી છે.
Page 6 of 126
Page #7
--------------------------------------------------------------------------
________________
અને તેને જ જ્ઞાનીઓએ પાપનો પરિણામ કહ્યો છે. એનાથી પાપનો બંધ થયા કરે છે.
પદાર્થના સ્વરૂપની વિચારણા કરી શકવાની શક્તિ અત્યારે આપણી પાસે છે તેનો સદુપયોગ કરવા માટે સબ પૂગલકી બાજી એમ મતિજ્ઞાનથી વિચારણા કર્યા કરવી એમ કહ્યું છે.
ધન માટેની વિચારણાનો સમય કેટલો મલે ? અને મોક્ષ માટેની વિચારણાનો સમય કટલો મલે ? તે આપણે આપણી જાતે જ નક્કી કરવાનું છે.
પૈસો પાપરૂપ કહ્યો છે. આપણી બુદ્ધિ બગાડે છે. “વીટામીન એમ” ના પાવરથી વિચાર શક્તિ ખીલે તે દુરૂપયોગ કહેવાય કે સર્પયોગ કહેવાય ?
પૈસો અચેતન છે તેના કારણે ચેતન પ્રત્યેનો મૈત્રીભાવ ખોવાની આપણે જરૂર નથી. પૈસો વધ તેમ અનુકળતા વધે છે પછી તેમાં રાગ પણ વધે છે માટે જ જ્ઞાનીઓએ પેરોજ ખુદ પાપરૂપ કહ્યો છે.
શરીર-ધન અને કુટુંબ આ ત્રણની વિચારણાઓજ આપણે કર્યા કરીએ છીએ. વિચારણા શક્તિનો ઉપયોગ આના સિવાય બીજે કરતાં નથી ને ? કે કરીએ છીએ ?
દેવ, ગુરૂ, ધર્મમાં ગોખેલું ભૂલી જવાય છે એ યાદ છે તે સાચી છે ? કદાચ યાદ રહેતું હોય તે બોલી જઇએ છીએ પણ ઉલ્લાસ પૂર્વક બોલાતું નથી કે બોલતા નથી એનું શું કારણ ? રસ નથી.
એ.
પાંચ ઇન્દ્રિયમાંથી જે ઇન્દ્રિયની સાથે પદાર્થનો સંયોગ થાય તેનાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય તે મતિજ્ઞાન કહેવાય. મતિજ્ઞાનથી વિચારણાની શક્તિ મળી છે. તે જ્ઞાન મોટે ભાગે અજ્ઞાન રૂપે પરિણામ પામતું જાય છે. આપણને ગર્વ કે માન કષાય ન થાય માટે આ વિચારણા કરવાની કહી છે.
પૈસો એ દુર્બુદ્ધિ પેદા કરાવનાર છે. પુણ્ય હશે તો મલશે તેવી સતત મેળવવા આદિની વિચારણા કર્યા કરવી એ અજ્ઞાનતા છે. મળેલી મતિનો દુરૂપયોગ છે. પૈસાની આવી વિચારણાઓ વારંવાર સતત કરવાથી આત્માનું જ્ઞાન છેટુને છેટું જ કરતા જઇએ છીએ. આ પાપ રૂપે કેમ છે એ સમજાય છે ને ?
દશમા ગુણસ્થાનક સુધી આ સતત બંધાય છે. બારમા ગુણસ્થાનક સુધી સતત ઉદય ચાલુ છે. જ્યાં સુધી પાંચ જ્ઞાનાવરણીયનો ઉદય ચાલુ હોય ત્યાં સુધી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી.
જગતમાં રહેલા પદાર્થોનું જેટલું ચિંતન-મનન જીવો કરતાં જાય તેનાથી પોતાનું મતિજ્ઞાનાવરણીય કર્મ દૂર કરતા જાય છે.
નિગોદમાં રહેલા જીવોને શ્રુતજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમભાવ અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન હોય એટલો હોય છે. તેનાથી ભાવ મનને સતેજ કરીને રાગાદિ પરિણામ કરતો પોતાનો સંસાર વધારે છે. આટલો તો ક્ષયોપશમભાવ હોય જ.
પોતાના શરીરને સાચવવું-રાજીપો-નારાજી કર્યા કરવી મમત્વ ભાવ કર્યા કરવો તે ભણવાથી નથી આવતું વારંવાર વિચારવાથી આવા ભાવો આવે છે માટે જ જ્ઞાની ભગવંતો જગતના પદાર્થો જેવા સ્વરૂપે રહેલા છે તેવા સ્વરૂપે વારંવાર મનન ચિંતન કર્યા કરવા કહે છે એ અનુપ્રેક્ષા કહેવાય છે. તેનાથી મતિજ્ઞાનનો ક્ષયોપશમભાવ વધે છે અને સ્થિર થાય છે અને મતિજ્ઞાનાવરણીય કર્મ નાશ પામે છે.
જે શ્રુતજ્ઞાન ભણ્યા પછી પરાવર્તન કરતાં કરતાં મુખપાઠ થયેલો હોય અને તે વારંવાર બોલતા શ્રતનો આધાર લેવો ન પડે એ રીતે તે સૂત્ર બોલાતું જાય તો તે સૂત્રને મતિજ્ઞાનના ક્ષયોપશમ ભાવથી બોલાય છે એમ કહેવાય. દા.ત. નવકારમંત્ર જ્યારે ભણ્યા ત્યારે શરૂઆતમાં બોલતાં નમો અરિહંતાણં પછી નમો સિધ્ધાણં યાદ કરીને બોલવું પડતું હતું. જ્યાં સુધી એ રીતે બોલાય તો તે શ્રુતજ્ઞાનના ક્ષયોપશમ
Page 7 of 126
Page #8
--------------------------------------------------------------------------
________________
ભાવથી બોલાય છે એમ કહેવાય અને જ્યારે બરાબર આવડી જાય પછી પહેલા પદ પછી બીજું પદ આ છે એમ યાદ કરવું ન પડે અને સહજ રીતે બોલાઇ જાય તે મતિજ્ઞાનથી બોલાય છે એમ કહેવાય. એવી જ રીતે જેટલા સૂત્રો કરેલા હોય તે બધાયમાં આ રીતે સમજવું.
જ્ઞાની ભગવંતો કહે છે કે જે સૂત્રો ભણ્યા પછી ભૂલી જવાય, યાદ ન રાખીએ તો તેમાં અવજ્ઞાનું પાપ લાગે છે. સૂત્ર પ્રત્યે અવજ્ઞાનો દોષ લાગે છે. જેટલું ભણ્યા હોઇએ તે ટકાવવા માટે રોજે રોજ સ્વાધ્યાય રૂપે બોલીએ છીએ એમ બને ખરું ? આગળ ભણવામાં વધીએ અને પાછળ ભૂલાતું જાય એમ બનવું જોઇએ નહિ. જ્ઞાની ભગવંતો કહે છે કે જેટલું ભણ્યા હોઇએ તે બધું યાદ રહેવું જોઇએ, રાખવું જોઇએ. તે મતિજ્ઞાન રૂપે યાદ રહી જ જાય પછી યાદ રાખવાની જરૂર રહેતી નથી.
જે એકને જાણે તે બધાને જાણે અને જે બધાને જાણે તે એકને જાણે એમ જ્ઞાનીઓ કહે છે.
આપણે જેટલું ભણ્યા હોઇએ તેને જ પરાવર્તન કર્યા કરીએ તો તેમાંથી પણ પોતાના આત્માની વિચારણા કરી શકે. એક વિષયને જો સારામાં સારી રીતે ભણીએ તો બધા પદાર્થનું જ્ઞાન એકમાંથી જ પ્રાપ્ત થાય.
દા.ત. અરિહંત પદના સ્વરૂપનું વર્ણન વિચારીએ અને ચિંતન કરીએ તો આપણે કેટલા કલાક કરી શકીએ ? અથવા કેટલા કલાક બોલી શકીએ કે લખી શકીએ ? જ્ઞાની ભગવંતો કહે છે કે બધાય ગ્રંથોને અરિહંતના સ્વરૂપના ચિંતનમાં મૂકી શકાય હાલ જેટલા પ્રકરણો ઉપલબ્ધ છે. તે સિવાયના જેટલા ગ્રંથો હયાત છે તે સઘળા મુકી શકાય.
જેમકે જ્યારે ભગવાન મહાવીરને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ વિહાર કરી અપાપા નગરીમાં આવ્યા ત્યાં ઇન્દ્રભૂતિ આદિ ચોદ વિધાના પારગામી અગ્યાર બ્રાહ્મણો ભેગા થયેલા છે તે બધા પંડિતો છે. પોતાને સર્વજ્ઞ તરીકે માનીને જીવે છે ત્યાં દેવતાઓ આવ્યા-સમવસરણમાં ગયા-ઇન્દ્રભૂતિ મંડપ બહાર નીકળી લોકોને પૂછે છે કે ક્યાં જઇ આવ્યા ? તો લોકોએ કહ્યું ભગવાન પાસે. ભગવાનને જોઇને આવ્યા ત્યારે ઇન્દ્રભૂતિ પૂછે છે કે એ ભગવાન કેવા છે ? તો લોકોએ કહ્યું ને કે પૂર્વક્રોડ વરસનું આયુષ્ય પ્રાપ્ત થાય, હજાર જીભ મોઢામાં પેદા થાય, પરાર્ધ કરતાં ગણિત અધિક થઇ જાય તોય આ ભગવાનના સ્વરૂપનું વર્ણના કરી શકવાની તાકાત નથી. એવું એમનું સ્વરૂપ છે. એ સાંભળી મિથ્યાત્વના ઉદયે થાય છે કે આ પૂર્વે કેટલાને ઠગ્યા છે પણ જ્યારે પોતે સમવસરણ પાસે ગયા, અરિહંતને સાક્ષાત જોયા કે તરતજ તેમને શું થયું ? જો આવું ઉંચી કોટિનું સ્વરૂપ અરિહંતનું હોય તો આપણા અંતરમાં એવા ભાવો અરિહંત માટે આવે છે ? આવી વિચારણા કોઈદિ અંતરમાં પેદા થઇ છે ? બસ ખાલી ખાલી દેવ તરીકે માનવાના એમજને ? અરિહંતને જ્યારે દેવ તરીકે માનીએ તો તેમના સ્વરૂપની વિચારણા પણ કરવી જોઇએ ને ?
શ્રુતજ્ઞાન જેમ જેમ ભણતો જાય-એનાં અર્થોને જાણતો જાય અને પરાવર્તન વારંવાર કરતો જાય તો એ શ્રુતજ્ઞાનના પરાવર્તનમાં તાકાત છે કે અનંતા પદાર્થોના અનંતા અર્થોનો, ક્ષયોપશમભાવ આત્મામાંપેદા થતો જાય એટલી તાકાત રહેલી છે.
અત્યારે આપણી પાસે શ્રુતજ્ઞાન બિંદુ માત્ર છે. વધારે નથી પણ એના પરાવર્તનમાં શક્તિ એટલી. રહેલી છે કે એનું ચિંતન કરવામાં આવે તો મતિજ્ઞાન રૂપે અનંતા અથા પ્રાપ્ત થાય. અસંખ્યાતા અર્થો પ્રાપ્ત થાય અને કદાચ એટલી શક્તિ ન હોય તો સંખ્યાના અર્થો તો જરૂર પ્રાપ્ત થઇ શકે એટલી તાકાત વર્તમાનમાં પણ રહેલી છે માટે કહેવાય છે કે શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ જેટલો છે તેનાથી કઇગણો અધિક મતિજ્ઞાનનો ક્ષયોપશમભાવ વિધમાન છે. અનેક ગણો અધિક છ.
Page 8 of 126
Page #9
--------------------------------------------------------------------------
________________
નવકારમંત્ર ભણ્યા પછી એના અર્થ કર્યા પછી એના શબ્દોનું-અથ ચિંતન મનન કરતો જાય તો મતિજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ વધતો જાય. અનંતી પુણ્ય રાશીથી નવકારમંત્ર મલ્યો છે. સાતેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તામાંથી ખપીને એક કોટાકોટી સાગરોપમથી કાંઇક ન્યૂન જેટલી થાય એટલ અંતઃ કોટાકોટી સાગરોપમ જેટલી થાય ત્યારે નવકાર મંત્ર બોલવા મલે છે. એ નવકાર મંત્રનું જો સારી રીતે ચિંતન કરતા આવડે તો જગતના બધા પદાર્થોનું સ્વરૂપ જાણી શકાય છે. માટે જ જ્ઞાનીઓએ એને ચૌદપૂર્વનો સાર કહેલો છે. ચોદપૂર્વીને પણ મરતી વખતે કદાચ બધું જ્ઞાન યાદ ન આવે તો નવકારમંત્રા ક્ત યાદ રાખે એવું પણ બને છે.
નવકાર ભણ્યા શ્રુતજ્ઞાનથી. એનું ચિંતન કરવાનું છે, મતિજ્ઞાનથી કેટલા કલાક સુધી ચિંતના કરતાં અનુપ્રેક્ષા કરી શકીએ છીએ ? એ રોજ વિચારવાનું છે.
એવી જ રીતે પેસો કિંમતી છે, ઉપયોગી છે, એ જ્ઞાન મળ્યું શ્રુતજ્ઞાનથી : યાદ કર્યું, ચિંતન કર્યું મતિજ્ઞાનથી અને એ પૈસો કેવી રીતે વધારવો એ કેટલા કલાક સુધી વિચાર કરી રહ્યા છો ? એ પણ રોજ વિચારવાનું છે. એ પૈસાની વિચારણા મિથ્યાત્વ સાથે હોવાથી મતિ અજ્ઞાન રૂપે ક્ષયોપશમભાવ પેદા થાય છે એમ સમજવું ! મતિ જ્ઞાનાવરણીય દશમાં ગુણસ્થાનક સુધી બંધાય છે અને બારમાં ગુણસ્થાનક સુધી. ઉદયમાં રહે છે. આપણે અજ્ઞાનને દૂર કરીને જ્ઞાનનો ક્ષયોપશમ એટલે મતિજ્ઞાનનો ક્ષયોપશમભાવ પેદા કરવો છે.
શ્રુતજ્ઞાન-શ્રુત જ્ઞાનાવરણીય કર્મ
શ્રયતે ઇતિ શ્રુતમ્ ! સાંભળવાથી જે જ્ઞાન પેદા થાય તે શ્રુતજ્ઞાન કહેવાય છે.
ચૌદરાજલોક રૂપ જગતને વિષે સાંભળવા યોગ્ય પદાર્થો બે પ્રકારના રહેલા છે. (૧) અભિલાય, (૨) અનભિલાય.
(૧) અભિલાય એટલે બોલી શકાય એવા એટલે વચન યોગ દ્વારા ભાષા વર્ગણાના પગલોથી. બોલી શકાય એવા હોય છે. જ્યારે (૨) અનભિલાય એટલે બોલી શકાય નહિ માત્ર અનુભવથી જાણી શકાય એવા પદાર્થો જગતમાં રહેલા હોય છે.
દા.ત. ગોળ કેવો ? મીઠો ? કેવો મીઠો ? તો તેનો જવાબ શબ્દથી મલે નહિ પણ ગોળ ખાવાથી, ચાખવાથી એની મીઠાસ કેવી છે તે અનુભવી શકાય છે.
આત્મા વિષે પણ કેવલજ્ઞાની બોલી શકે નહિ. અનુભવે છે ખરા જોઇ શકે છે ખરા પણ આત્મા કેવો. એમ પૂછે તો કહી શકે નહિ ! શબ્દથી પણ બોલી શકે નહિ. કોઇ જીવને સમકીતની પ્રાપ્તિ થાય એ કેવલી. ભગવંત જૂએ, જાણી શકે અને કોઇ પૂછે કે ભગવદ્ ! એ આત્મદર્શન કેવા પ્રકારનું? તો કેવલી પોતે પણ કહેશે કે એ બોલવાની મારી પણ તાકાત નથી. એ સમકીત પામવા કે આત્મદર્શન કરવા આપણે પ્રયત્ન કરીએ છીએ ખરા ? તો અનુભૂતિ થાય, નહિ તો ક્યાંથી થાય ?
આત્માના એક પદાર્થના ચિંતનમાં જગતના સર્વ પદાર્થોનું ચિંતન કરી શકાય. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જ્યારે સંયમનો સ્વીકાર કર્યો ત્યારથી સાડા બાર વરસ સુધી એક પુદગલ પરમાણુનો વિચાર કરી જગતના સર્વ પદાર્થોનું ચિંતન કરી કેવલજ્ઞાન મેળવ્યું. બીજું કાંઇ વિચાર્યું નથી. એ ચિંતનના પરિણામને તોડવા, નાશ કરવા, છોડાવવા, સંગમ દેવે આવીને ભયંકર કોટીના ઉપસર્ગો કર્યા છતાંય ચિંતન છોડ્યું નથી. આપણે એમના જ સંતાન કહેવાઇએ અને આપણે જરાપણ ચિંતન કરી શકીએ નહિ
Page 9 of 126
Page #10
--------------------------------------------------------------------------
________________
એ કેમ ચાલે ? ચિંતન કરતાં આવડવું જ જોઇએ. એ માટે ભણવાનું પણ જરૂરી છે. સૂત્રો વગેરેનો અભ્યાસ કર્યા પછી જગતના એક પદાર્થનું ચિંતન કરતાં જો આવડી જાય તો તો તે આત્મસાત થઇને આત્મકલ્યાણ પેદા કર્યા વગર રહે નહિ. સુત્ર અને અર્થ તથા તદુભય મતિજ્ઞાન ભણ્યા વગર પેદા થાય ? બોલી શકાય એવા પદાર્થોનું જ શ્રુતજ્ઞાન થાય છે. જે બોલી શકાતા નથી તે અનભિલાપ્ય પદાર્થો કહેવાય છે.
જગતમાં અનભિલાય પદાર્થો જેટલા રહેલા છે તેના અનંતમાં ભાગ જેટલા જ પદાર્થો અભિલાયા રૂપે હોય છે. આનો અર્થ એ છે કે અભિલાપ્ય પદાર્થો જગતમાં જેટલા હોય છે તેનાથી અનંતગુણા અધિક પદાર્થો અનભિલાય રૂપે રહેલા હોય છે.
અભિલાપ્ય પદાર્થો જગતમાં જેટલા રહેલા હોય છે તેના અનંતમા ભાગ જેટલા પદાર્થોને જ ગણધર ભગવંતો સૂત્રોમાં ગુંથી શકે છે. અર્થાત સૂત્રરૂપે બનાવી શકે છે. તેનાથી અધિક ગુંથવાની શક્તિ ગણધર ભગવંતોમાં પણ હોતી નથી.
ચૌદપૂર્વમાં પણ અનંતમો ભાગ જ આવે તો એની અપેક્ષાએ આજે આપણી પાસે કેટલું શ્રત ? બિંદુ જેટલું જ થયું ને ? તો પછી શેનો ગર્વ રાખીને વાનું? જ્ઞાની ભગવંતો જે ભણી ગયા એની અપેક્ષાએ તો કાંઇ જ નથી ને ? તો તેનું દુ:ખ કરવાને બદલે ગર્વ કરીશું તો આપણું શું થશે ? ચાદપૂર્વના બિંદુ જેટલા શ્રુતજ્ઞાનનું આપણે ચિંતન મનન કરીએ તો મતિજ્ઞાનનો ક્ષયોપશમભાવ સારામાં સારો થઇ શકે છે. અભિલાપ્ય અને અનભિલાય પદાર્થોનું ચિંતન અને અનુપ્રેક્ષા બરાબર કરવાની શરૂઆત કરીએ તો તેનામાં અત્યારે પણ એટલી શક્તિ છે કે અહીં બેઠા બેઠા મુંબઇમાં ક્યાં શું થઇ રહ્યું છે એ જાણી શકાય છે. એ તાકાત મતિજ્ઞાનની હોઇ શકે છે તેના માટે અવધિજ્ઞાનની જરૂર નથી. જ્ઞાન માટેનો આપણી પાસે ટાઇમ કેટલો ? અડધોકલાક દર્શન-પૂજન માટે અડતાલીશ મિનિટ સામાયિક માટે એ સિવાય જ્ઞાન માટે સમય કેટલો છે ? આવું જ્ઞાન બેઠે બેઠે થઇ શકે એને માટે ટાઇમ છે કે નથી ? મક્તમાં મલે છે તો પણ ?
નવલાખ નવકાર ગણતાં શું અનુભવ થયો ? જ્ઞાનીઓ કહે છે એક નવકાર શાંત ચિત્તે ગણે તો પણ અનુભૂતિ થઇ શકે છે ! જે ભણ્યા જ ન હોય તે ચિંતન શું કરવાના ? આપણા બધા સૂત્રો દેવતાધિષ્ઠિત છે. ગણધર ભગવંતો આદિ એ ગુંથેલા છે માટે એકવાર અર્થ વગર પણ ભણીને ચિંતન કરવામાં આવે તો તે કલ્યાણ તો કરે જ અર્થ વગરના સૂત્રોમાં એટલી તાકાત છે કે એનું ચિંતન કરતા કરતાં પણ અનંતા. જીવો મોક્ષે ગયા છે. શબ્દની પણ એટલી તાકાત છે કે કર્મનો સંપૂર્ણ ક્ષય કરાવી શકે !
મારૂષ માતષ મુનિએ આ બે શબ્દો બાર વરસ સુધી ગોખ્યા બાર વરસ સુધી એ ભણવામાં, યાદ રાખવા માટે સળંગ આયંબિલ કર્યા પણ એ બે શબ્દો યાદ ન રહ્યા પણ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શક્યા.
- આચારાંગ સૂત્ર અઢાર હજાર પદવાળું કહેલું છે. એકએક પદ, એક કરોડ કરતાં અધિક શ્લોકો એટલે ગાથાવાળું હોય છે. એનાથી ડબલ સૂત્રોની ગાથાવાળું સુયગડાંગ સૂત્ર છે. તેનાથી ડબલ પદોવાળું ઠાણાંગ સૂત્ર છે એમ ડબલ ડબલ કરતાં દ્રષ્ટિવાદ સૂત્ર બારમું આવે છે તેમાં ચોદપૂર્વોનું જ્ઞાન આવેલું છે. તેની અપેક્ષાએ આજે આપણું જ્ઞાન કેટલું ?
આજે પીસ્તાલીશ આગમોના સૂત્રોના મૂલ શ્લોકો ભેગા કરીએ તો લગભગ એંશી હજાર જેવા થાય છે. એથી અધિક નહિ છતાં પણ આપણા શ્રુતજ્ઞાનનાં સૂત્રોમાં એટલી શક્તિ રહેલી છે કે એ શબ્દોની અને અર્થોની વિચારણા કરતાં કરતાં મતિજ્ઞાનનો ક્ષયોપશમભાવ થઇ શકે છે અને સ્થિર પણ થાય છે.
સો વર્ષ પહેલા આત્મારામજી મહારાજ એક કલાકમાં અથવા એક દિવસમાં ત્રણસો ગાથાઓ કરતાં હતા ગોખતાં હતા અને સારી રીતે યાદ રાખી શક્તા હતા. એ અપેક્ષાએ આપણો ક્ષયોપશમ ભાવ સો
Page 10 of 126
Page #11
--------------------------------------------------------------------------
________________
વરસમાં કેટલો ઓછો થઇ ગયો છે. એ વિચારો ! છતાંય આપણી મહેનત કેટલી છે ?
આજે જેટલા આગમો છે તેના ઉપરથી મહાપુરૂષોએ જુદાજુદા પ્રકરણોની રચનાઓ કરેલી છે તેના અર્થનું ચિંતન મનન કરીએ તો તે પદાર્થોના ભાવોને યાદ રાખી શકીએ એવો ક્ષયોપશમ આપણી પાસે છે પણ આપણે જ્ઞાન મેળવીએ છીએ તે લગભગ પાપની ક્રિયાનું અને તેમાંજ આખો દિવસ પસાર કરીએ છીએ.
આજે મોટાભાગે લગભગ આપણે ગોખવાના ચોર થઇ ગયા છીએ ગોખી ગોખીને ભણવાથી સંસ્કાર શ્રુતિરૂપે બને છે તે ધારણા વાંચવાથી યાદ રાખવાથી નહિ થાય. વીર્ષોલ્લાસપૂર્વક ગોખવાના સંસ્કાર હશે તો તે બીજા ભવમાંયે કામ આવશે એટલે સાથે આવશે.
શક્તિ હોવા છતાં ય ન ગોખે તો જ્ઞાનાવરણીય કર્મ ગાઢ બંધાય છે. રોજ ગાથા ગોખતાં ગોખતાં. એક ગાથા છ મહિને આવડે એવો ક્ષયોપશમ હોય અને ન ગોખે તો જ્ઞાનાવરણીય કર્મ ગાઢ બંધાય. બોલો આપણો ક્ષયોપશમ ભાવ કેટલો છે ? રોજ એક ગાથા કે અધિક ગાથા ગોખી શકીએ એટલો ક્ષયોપશમાં
નથી ?
પૂજ્ય પાદ પરમ તારક પૂ. ગુરૂદેવ શ્રી છન્ન વરસની ઉંમરે સાંજે પાણી ચુકવ્યા પછી ટાઇમ મલતો તો સાંજે નવી પાંચ સાત ગાથાઓ ગોખીને રાતના પ્રતિક્રમણ વખતે ચૈત્યવંદનમાં બોલતા હતા. હજી આ કાળની જ વાત છે. આ ઉપરથી આપણે પણ રોજ નવું ગોખવાનું લક્ષ્ય પેદા કરવાનું છે. બીજા જે કોઇ ગોખતાં હોય તેને રોકે એને તો ઉપરથી ડબલ કર્મ બંધ થાય અને અનુબંધ રૂપે બંધાતું જાય.
ગોખવાના સંસ્કાર હશે તો ભવાંતરમાં એ જરૂર કામ લાગશે. આ અપેક્ષાએ વિચારીએ તો આ. બધા મહાપુરૂષોની અપેક્ષાએ શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ કેટલો છે ? અને તેમાંય મળેલા ક્ષયોપશમ ભાવની બેદરકારી કરીએ તો ભવાંતરમાં શું થશે ? ચારિત્રની ક્રિયા માટે સામાયિકની અડતાલીશ મિનિટ દર્શન પૂજન માટેનો દર્શન શુદ્ધિ માટે અડધો કલાક એમ જ્ઞાન મેળવવા માટે અડધો કલાક તો રાખવો જ જોઇએ. તો જ મોક્ષાભિલાષ પેદા થાય અને ટકે.
આ શ્રુતજ્ઞાનને આવરણ કરનાર કર્મને શ્રુતજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. એ દશમા ગુણસ્થાનક સુધી બંધાય છે અને બારમા ગુણસ્થાનક સુધી ઉદયમાં રહે છે. અત્યારે વર્તમાનમાં જે શ્રુતજ્ઞાન છે તેના કરતાં અલ્ય કોટિનું શ્રુતજ્ઞાન પાંચમા આરાના છેડે રહેશે. દશવૈકાલિક સૂત્રના ચાર અધ્યયન ભણશે તે ગીતાર્થ કહેવાશે. તેની સાથે સંઘયણ બળપણ ઘટી જશે તેના કારણે ક્ષયોપશમ ભાવ પણ ઘટી જશે. અત્યારે પીસ્તાલીશ આગમો વિધમાન છે તે વખતે ક્ત ચાર જ આગમો રહેશે એ પણ અત્યારે જેટલા છે. એટલા પ્રમાણવાળા નહિ એનાથી અલ્પ પ્રમાણવાળા રહેશે.
આપણા પુણ્યોદયે આપણો કાળ હજી સારો છે કે જો પ્રયત્ન કરીએતો આત્મલ્યાણ સારી રીતે સાધી શકીએ.
શ્રુતજ્ઞાનને ગોખીને તૈયાર કરતાં આપણા નામની જેમ આત્મસાત કરવાનું છે. જેમ કોઇ આપણું નામ પૂછે તો ઝટ દઇને બોલીએ છીએ એમ સૂત્રો થવા જોઇએ. તોજ ભવાંતરમાં સાથે રહી શકે છે.
આપણે તો ગોખ્યું એટલે મુક્યું ગોખી લીધું એનો અર્થ એ કે એના આત્મામાંથી ગયું પરતું તેને પરાવર્તન કરી ને સ્થિર કરવાનો પ્રયત્ન કેટલો ? આપણો પુણ્યોદય કેટલો છે કે હજી આપણને ભગવાનના મુખેથી કહેલું શ્રુતજ્ઞાન સાંભળવા, સમજવા, યાદ રાખવા, સ્થિર રાખવા મળ્યું છે. ગણધર ભગવંતોએ ગુંથેલું એ જ્ઞાન ચારિત્રરૂપે ક્રિયા કરવા મળે છે માટે પુણ્યોદય કેટલો છે ? આ રીતે આ સૂત્રો પ્રત્યે અંતરમાં
Page 11 of 126
Page #12
--------------------------------------------------------------------------
________________
અહોભાવ થાય ખરો ? મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને સ્થિર કરવા માટે કેટલો સમય આપો છો ?
અનાદિકાળથી ઘર, પેઢી, કુટુંબના સંસ્કાર દ્રઢ કરવાનો ટાઇમ છે અને પુરૂષાર્થ થઇ રહ્યો છે એમ જ્ઞાનને સ્થિર કરવાનો ટાઇમ અને પુરૂષાર્થ કેટલો ? આ રોજ વિચારવાનું છે.
અસત્ય બોલવાથી, કોઇને ઠગવાથી, કોઇને હેરાન કરવાથી, કોઇની મશ્કરી કરવાથી, એ બધાથી પણ જીવને જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. એના પ્રતાપે સામાવાળા ને ગુસ્સો વગેરે પેદા થાય તેનો દોષ પણ આપણને લાગે છે. જ્ઞાન મેળવ્યા પછી મૌન પણે પોતાનું જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઇએ. આવડ્યું એટલે બોલવું અવો નિયમ નથી.
તીર્થંકરના આત્માઓ જ્યારે છેલ્લે ભવે તીર્થંકર રૂપે જન્મે છે, ચ્યવન પામે છે ત્યારે ત્રણજ્ઞાન વિશુધ્ધ રીતે સાથે લઇને આવે છે અને એ શ્રુતજ્ઞાન પૂર્વભવે જેટલું ભણેલા હોય છે તે સાથે લઇને દેવલોકમાં અને નરકમાં જાય છે ત્યાં પરાવર્તન કરી સંસ્કાર દ્રઢ કરી અહીં સાથ લઇને આવે છે તે સંસારી અવસ્થામાં પણ પોતે પોતાનો કાળ એ શ્રુતજ્ઞાનના પરાવર્તનમાં પસાર કરે છે. જ્ઞાનનો ઉપયોગ ચાલ્યો ન જાય એની સતત કાળજી રાખે છે માટે જ એ જ્ઞાન ત્રીજા ભવથી સાથે ને સાથે જ રહે છે. મોટે ભાગે તેઓ મૌન જ રહે છે.
જ
તીર્થંકરના આત્માઓ પણ જ્ઞાનનો ઉપયોગ ન ચાલ્યો જાય એને માટે આટલો પ્રયત્ન જ્ઞાનને પરાવર્તન કરવામાં કરતા હોય તો આપણે આપણા જ્ઞાનના ક્ષયોપશમ ભાવને પેદા કરવા, ટકાવવા અને સાથે લઇ જવા કાંઇ કરવું પડશે ને ? એને માટે પ્રયત્ન કેટલો ?
ભગવાન મહાવીરના આત્માએ ત્રીજા ભવે નંદન ઋષિના ભવમાં એક લાખ વરસના સંયમ પર્યાયમાં જીંદગીભર સુધી માસખમણને પારણે માસખમણ કરતાં અગ્યાર લાખ એંશી હજાર માસખમણ કરીને અગ્યાર અંગ ભણી તીર્થંકર નામકર્મ નિકાચીત કર્યું છે. રોજના ૨૧ કલાક સ્વાધ્યાયમાં પસાર કરે છે. છેલ્લે ભવે પણ સંસારમાં ત્રીશ વરસ રહ્યા તો પણ જ્ઞાનના ઉપયોગમાં સ્થિર છે. અવિરતિનો ઉદય હોવા છતાં એ કાંઇ કરી શકતો નથી. કારણ કે જ્ઞાનના ઉપયોગમાં સ્થિર છે એ અવિરતિના ઉદય કાળમાં ઇન્દ્ર મહારાજા દેવતાઓ વગેરે રમકડાનું રૂપ કરીને રમવા માટે આવે છે છતાં પણ કોઇ રમકડામાં મારાપણાની બુધ્ધિ પેદા થતી નથી કોઇ પદાર્થ પ્રત્યે આસક્તિ-રાગ કે મારાપણાની બુધ્ધિ થતી નથી. એટલી અવિરતિ કાબુમાં છે. માટે રાગના ઉદયકાળમાં રાગને નિક્ળ કરીને ચિત્તની પ્રસન્નતાપૂર્વક પોતાનું જીવન જીવતા
જાય છે.
ૠષભદેવ ભગવાન ત્ર્યાશી લાખપૂર્વ વરસ સુધી એ રીતે જ ઘરવાસમાં રહ્યા માટે એ અરિહંતના આત્માઓ સંસારમાં રહીને કેમ જીવાય એ જીવન જીવી બતાવી આદર્શરૂપ મુકી ને ગયા છે.
જ્ઞાનીઓ કહે છે કે એકનું એક સૂત્ર સાતવાર ભણવું જોઇએ કે જેથી એ સ્થિર થાય. આ રીતે અભ્યાસ કરીએ તો જ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ સ્થિર થાય અને વધે.
નેમનાથ ભગવાનની પાસે લગ્નની હા પડાવવા માટે કૃષ્ણ મહારાજાની પટ્ટરાણીઓ એકાંતમાં લઇ જઇને દબાણ કર છે તેમાં તેઓ શું શું બોલે છે છતાં ભગવાન નેમનાથ તો મૌન જ રહ્યા છે ને ? અવિરતિનો ઉદય હોવા છતાં કાંઇ વિચાર કરવાનું ય મન થાય છે ? તેમના મૌનને સ્વીકૃતિ સમજી એટલે હા સમજીને કૃષ્ણ મહારાજાની પત્નિઓએ જાહેરાત કરી કે અમને હા પાડી છે, લગ્ન કરશે. આ રીતે હા કહેવડાવી
પરણવા માટે વરરાજા તરીકે લઇ ગયા તોય મૌનજ રહે છે ને ? જ્યારે પ્રાણીઓનો પોકાર સાંભળ્યો એટલે સારથીને પૂછી હકીકત જાણીને રથ પાછો વાળ્યો પ્રાણીઓ ઉપર દયાના પરિણામથી ઉપકાર કરવા માટે
Page 12 of 126
Page #13
--------------------------------------------------------------------------
________________
બોલ્યા. અવિરતિનો ઉદય છતાં આ બધી ક્રિયામાં એમને આનંદ નથી તે વખતે રાગ દ્વેષનો ઉદય નથી ? છે છતાં ઉદય નિક્ળ કરતાં જાય છે અને જે પૂછે તેઓને કહે છે કે મારૂં ભોગવલી કર્મ નથી. માટે મારાથી એ ક્રિયા થાય નહિ. આ બધા અવિરતિના ખેલ. મોંમાથી કોઇપણ વચન બોલતા નથી. હજી સંસારમાં છે. સંયમ લીધેલ નથી છતાં શ્રુતજ્ઞાનનો આનંદ અંતરમાં કેવો હશ ?
માટે આપણે જેટલું ભણ્યા હોઇએ એનો આનંદ પેદા કરવા આ- સ્વાદ લેવા માટે સતત તેના પરાવર્તનના ઉપયોગમાં ટાઇમ વધારે પસાર કરવો જોઇએ ને ? આનંદની અનુભૂતિ પરાવર્તન શ્રુતનું અને સાથે રાગાદિની નિક્ળતા એક સાથેજ ચાલે છે. એમાં એને કોઇ ડંખ મારે તો એવો કોઇ અનુભવ ન થાય કે દ્વેષ બુધ્ધિ પેદા થાય.
શ્રુતકેવલી શ્રુતજ્ઞાનના આધારે બીજા જીવોનાં અસંખ્યાતા ભવો જોઇ શકે અને કહી શકે તેમાં કેટલી એકાગ્રતા જોઇએ. આવો અનુભવ કરવા માટેની બધી શક્તિઓ જૈન શાસનના શ્રુતજ્ઞાનમાં રહેલી છે. માટે રોજ અડધો કલાક શ્રુતજ્ઞાન ભણવા અને પરાવર્તન માટ આપવો જોઇએ. આ શ્રુતજ્ઞાનાવરણીય કર્મ દશમા ગુણસ્થાનક સુધી બંધાય છે અને બારમા ગુણસ્થાનક સુધી ઉદયમાં રહે છે. (૩) અવધિજ્ઞાનાવરણીય કર્મ
અવધિ = મર્યાદા જે જ્ઞાન મર્યાદા રૂપે પેદા થાય, સંપૂર્ણ પેદા ન થાય તે અવધિજ્ઞાન કહેવાય છે. ચૌદ રાજલોકમાં પદાર્થો બે પ્રકારના રહેલા હોય છે.
(૧) રૂપી પદાર્થો એટલે રૂપવાળા પદાર્થો.
(૨) અરૂપી પદાર્થો એટલે રૂપ વગરના પદાર્થો.
અવધિજ્ઞાનથી મર્યાદિત પણે રૂપી પદાર્થોનું જ જ્ઞાન પેદા થઇ શકે છે એટલે રૂપી પદાર્થોને જ જાણી શકાય છે. પણ અરૂપી પદાર્થોને જોઇ જાણી શકાતા નથી. આ રૂપી પદાર્થને જોવાન જાણવા માટે પણ અસંખ્યાતા ભેદો હોય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ ભાવથી દરેકમાં ભેદ પડે છે અને એ દરેકમાં મર્યાદાના કારણે અસંખ્યાતા અસંખ્યાતા ભેદો પડતા જાય છે.
જે જીવોને અપ્રતિપાતી અવધિજ્ઞાન પેદા થાય તેઓને જેટલું જ્ઞાન પેદા થયું હોય તેટલું આ ભવ સુધી કાયમ રહી શકે છે અને વધતાં વધતાં પરમાવધિજ્ઞાન પણ પેદા થઇ શકે છે. જે જીવોને પરમાવધિજ્ઞાન પેદા થાય તેઓને અવશ્ય એક અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અપ્રતિપાતી અવધિજ્ઞાન એટલે પેદા થયેલા જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ નાશ પામે નહિ.
આ અવધિજ્ઞાનના બે ભેદો હોય છે.
(૧) ભવ પ્રત્યયથી (૨) ગુણ પ્રત્યયથી.
(૧) ભવ પ્રત્યયથી - અવધિ જ્ઞાન દેવતા અને નારકીના જીવોને હોય છે. એ ભવમાં ઉત્પન્ન થાય કે તરત જ અવધિજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થાય જ તે.
(૨) ગુણ પ્રત્યયથી - એટલે પુરૂષાર્થ કરીને તપશ્ચર્યા આદિ કરીને જે જ્ઞાન પેદા થાય તે મનુષ્ય અને તિર્યંચના જીવોને હાય છે. તે પણ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચોને હોય છે.
અત્યારે તિર્હાલોકને વિષે અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રોને વિષે અસંખ્યાતા તિર્યંચો વિધમાન છે તેમાં અસંખ્યાતા તિર્યંચોને આ અવધિજ્ઞાન પેદા થયેલું હોય છે. સંખ્યાતા મનુષ્યોને આ અવધિજ્ઞાન હોય છે. અવધિજ્ઞાનથી જીવો રૂપી પુદ્ગલોને જોઇ શકે પણ એની સાથે શ્રુતજ્ઞાન ન હોય તો દેખાતા પુદ્ગલો
Page 13 of 126
Page #14
--------------------------------------------------------------------------
________________
કયા છે, શેના છે, એ ખબર પડતી નથી. આ અવધિજ્ઞાનનો ક્ષયોપશમ ચોથાથી બારમા ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે. (થઇ શકે છે.)
અવધિજ્ઞાનાવરણીય કર્મ દશમા ગુણસ્થાનક સુધી બંધાય છે. કેવલજ્ઞાન પામવા માટે અવધિજ્ઞાન જોઇએજ એવો નિયમ નથી. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન અવશ્ય જોઇએ પણ અવધિજ્ઞાન ન હોય તોય જીવો કેવલજ્ઞાન પામી શકે છે.
કેટલાક મતિ-શ્રુત-અવધિ એ ત્રણ જ્ઞાનવાળા-કેટલાક મતિ-શ્રુત-મન:પર્યવજ્ઞાન એ ત્રણ જ્ઞાનવાળા-કેટલાક મતિ-શ્રુત -અવધિ અને મન:પર્યવ જ્ઞાન એ ચાર જ્ઞાનવાળા કેવલજ્ઞાન પામી શકે છે. એવી જ રીતે મતિ અને શ્રુત એ બે જ્ઞાનવાળા પણ કેવલજ્ઞાન પામી શકે છે.
આ અવધિજ્ઞાનનો વધારેમાં વધારે કાળ ૬૬ સાગરોપમ હોય છે. કારણકે ક્ષયોપશમ સમકીત એટલા કાળ સુધી ટકે છે. માટે એટલો કાળ કહેલો છે.
(૪) મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ
મનમાં જે વિચારો કરેલા હોય એ વિચારો કયા કયા પદાર્થના ચિંતન રૂપે કરેલા છે એ વિચારોનાં પુદ્ગલોને જાણવાનું જે જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન કહેવાય એને આવરણ કરનાર જે કર્મ તે મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે.
જગતમાં રહેલા મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી મનરૂપે પરિણમાવી વિસર્જન કરવા રૂપે છોડેલા જે પુદ્ગલો જગતને વિષે અસંખ્યાત કાળ સુધી એવા ને એવા સ્વરૂપે રહેલા હોય છે. એવા ભૂતકાળ રૂપે બનેલા વિચારનાં પુદ્ગલોને વર્તમાનમાં વિચારાતા પુદ્ગલોને અને ભવિષ્યમાં કયા વિચારો કરશે તે પુદ્ગલોને જોવાની અને જાણવાની જે શક્તિ જ્ઞાનથી પેદા થાય છે તે મનઃપર્યવજ્ઞાન કહેવાય છે. આ પુદ્ગલો સન્ની પર્યાપ્તા જીવોનાં જ જણાય છે. એ પણ અઢીદ્વીપ અને બે સમુદ્રોમાં રહેલા એટલે પીસ્તાલીશ લાખ યોજનને વિષે રહેલા સન્ની જીવોનાં મનો પુદ્ગલોને જાણવાની શક્તિ પેદા થાય છે તેમાં પણ તિર્ધાલોકમાં રહેલા એટલે જંબુદ્વીપના મેરૂ પર્વતની સપાટીથી નવસો યોજન ઉંચાઇએ અને નવસો યોજન નીચે એમ અઢારસો યોજનમાં રહેલા સન્ની જીવોનાં મનોગત વિચારોને જાણવાની શક્તિ પેદા થાય તે મન:પર્યવજ્ઞાન કહેવાય છે. આ મન:પર્યવજ્ઞાનથી જોવાની શક્તિ પેદા થાય પણ સાથે શ્રુતજ્ઞાન ન હોય તો તે પુદ્ગલોને જાણી શકે નહિ માટ સાથે શ્રુતજ્ઞાન તો જોઇએજ એટલે જ જ્ઞાની ભગવંતો કહે છે કે શ્રુતજ્ઞાનની આગળ આ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન બચ્ચા જેવું છે. અવધિજ્ઞાની જીવો સામાન્ય ડોક્ટરના જ્ઞાન જેવા ગણાય છે અને મન:પર્યવજ્ઞાની જીવો સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર જેવા ગણાય છે. આ મન:પર્યવજ્ઞાન સાતમા ગુણસ્થાનકે જ પેદા થાય છે અને છઠ્ઠા ગુણસ્થાનકે ટકી શકે છે. માટે જ્યારે છેલ્લા ભવે તીર્થંકરના આત્માઓ સંયમનો સ્વીકાર કરે છે ત્યારે ચોથા ગુણસ્થાનકથી સીધા સાતમા ગુણસ્થાનકના પરિણામને પામે છે કે તરત જ ચોથું મનઃપર્યવજ્ઞાન પેદા થાય છે પછી છઠ્ઠા ગુણસ્થાનકે ટકી શકે છે.
આથી મન:પર્યવજ્ઞાન સંયમી જીવોને જ સાતમા ગુણસ્થાનકે પેદા થાય છે અને બારમા ગુણસ્થાનક સુધી ટકી શકે છે. જે જીવોને મન:પર્યવજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ વિશેષ રીતે પેદા થયેલો હોય તે જીવો તે ભવમાં કેવલજ્ઞાન પામી મોક્ષે જઇ શકે છે. એ વિપુલમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય છે. જે જીવોને ૠજુમતિ મન:પર્યવજ્ઞાન પેદા થાય તે જીવો તે ભવમાં મોક્ષે જાય અથવા ન પણ જાય અને સંસારમાં રખડપટ્ટી કરે તો
Page 14 of 126
Page #15
--------------------------------------------------------------------------
________________
વધારેમાં વધારે અર્ધપુદગલ પરાવર્તકાળ સુધી રખડી શકે છે. આથી ઋજુમતિ મન:પર્યવજ્ઞાન પામી પતન પામીને નિગોદમાં હાલ અનંતા જીવો રહેલા છે. નરકમાં અસંખ્યાતા જીવો રહેલા છે એમ કહેવાય છે.
આ જ્ઞાનને આવરણ કરનાર કર્મ તે મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. એ દશમા ગુણસ્થાનક સુધી બંધાય છે અને બારમા ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે.
(૫) કેવલજ્ઞાનાવરણીય
સામાન્ય રીતે પાંચ જ્ઞાનાવરણીય કર્મ જીવ સમયે સમયે એક સાથે બાંધ્યા જ કરે છે. જેના પરિણામ હોય તેવો તીવ્ર રસ બંધાતો જાય છે. સમયે સમયે જે પાંચ જ્ઞાનાવરણીય કર્મો બંધાય છે તેમાં કેવલ જ્ઞાનાવરણી કર્મ હંમેશા તીવ્ર રસે જ બંધાય છે. એટલે સર્વઘાતી રસેજ બંધાય છે અને સદા માટે સર્વઘાતી રસે જ ઉદયમાં ચાલુ હોય છે અને જ્યાં સુધી એ સંપૂર્ણ રસ ઉદયમાંથી નાશ ન પામે ત્યાં સુધી જીવોને કેવલજ્ઞાન થતું નથી. જ્યારે બાકીના ચાર જ્ઞાનાવરણીય કર્મો સમયે સમયે સર્વઘાતી રસે જરૂર બંધાય છે પણ તે જ્યારે ઉદયમાં આવે છે ત્યારે સર્વઘાતી રસે ઉદયમાં આવતું જ નથી તે અત્પરસે થઇને એટલે દેશઘાતી રસે થઇને જ ઉદયમાં આવે છે.
દેશઘાતી રસના પણ બે પ્રકાર હોય છે. (૧) અલ્પ રસવાળા દેશઘાતી પુગલો અને (૨) અધિક રસવાળા દેશઘાતી પગલો.
જ્યારે જીવોને મતિજ્ઞાનાવરણીયાદિ અલ્પ રસવાળા દેશઘાતી પગલો ઉધ્યમાં ચાલતા હોય ત્યારે જીવોને તે તે જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા કરવામાં સહાયભૂત થાય છે અને જ્યારે અધિક રસવાળા દેશઘાતી પગલો ઉદયમાં ચાલતા હોય ત્યારે જ્ઞાનના ક્ષયોપશમ ભાવનો નાશ કરી ઉદયભાવ પેદા કરે છે એટલે જ્ઞાન ભૂલાવી દે છે.
જેમકે કોઇનું નામ વારંવાર યાદ હોય પણ જ્યારે કોઇ પૂછે કે તરત જ ભૂલી જવાય યાદ કરીએ તો પણ યાદ આવે નહિ ત્યારે અધિક રસવાળા દેશઘાતી શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાનનાં પગલો ઉધ્યમાં અનુભવાય છે એમ કહેવાય અને જે ભાઇએ પૂછયું હોય તે જાય કે થોડીવારમાં તરત જ નામ યાદ આવે ત્યારે અભ્યરસવાળા પુદ્ગલો ઉદયમાં આવ્યા છે એમ કહેવાય કે જેથી જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ ચાલુ થયો એમ કહેવાય છે. આ રીતે ચાર જ્ઞાનાવરણીય કર્મોમાં ચાલે છે એમ કહેવાય.
જ્યારે કેવલજ્ઞાનાવરણીયમાં તો સર્વઘાતી રસ જે બંધાય છે તેજ ઉદયમાં સતત ચાલુ જ રહે છે માટે તેમાં ક્ષયોપશમ ભાવ હોતો નથી ઉદયભાવ જ હોય છે. એ ઉદય ભાવનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ જીવને કેવલજ્ઞાન થઇ શકે છે.
કેવલ = સ્વતંત્ર-સંપૂર્ણ-એકલું છેલ્લામાં છેલ્લું જ્ઞાન એના પછી કોઇ જ્ઞાન જ હોતું નથી એવું જે જ્ઞાન તે કેવલજ્ઞાન. આ બધા એના પર્યાયવાચી શબ્દો કહેવાય છે. આ કેવલજ્ઞાનાવરણીય કર્મ દશમાં. ગુણસ્થાનક સુધી બંધાય છે. બારમા ગુણસ્થાનક સુધી ઉદયમાં ચાલુ જ હોય છે. એ કેવલજ્ઞાનાવરણીય કર્મનો નાશ કરવો હોય તો પહેલા મોહનીય કર્મનો નાશ કરવાનો પુરૂષાર્થ કરવો પડે તેમાં સૌ પ્રથમ દર્શન સપ્તકનો ક્ષય કરવો પડે પછી ચારિત્ર મોહનીય કર્મોનો નાશ કરવા માટે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરવી પડે અને જ્યારે સંપૂર્ણ મોહનીય કર્મનો બંધમાંથી નાશ થાય તોય જ્ઞાનાવરણીય કર્મનો બંધ ચાલુ જ રહે છે. જ્યારે ઉદયમાંથી મોહનીયનો સંપૂર્ણ નાશ થાય પછી જ જ્ઞાનાવરણીય કર્મનો બંધ વિરચ્છેદ થાય અને પછી જ
Page 15 of 126
Page #16
--------------------------------------------------------------------------
________________
એનો ઉદય વિચ્છેદ થાય છે અને જીવ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે.
ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કર્યા પછી જીવ એક મિનિટ માંજ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે.
હંમેશા જ્ઞાનાવરણીય કર્મમાં ચાર ઠાણીયો રસ કડવા લીમડાના જેવો તીવ્ર કડવાસ રૂપે એટલે એક શેર લીમડાના રસના ત્રણ ભાગ ઉકાળીને એક ભાગ રાખવામાં આવે છે. તેવો તીવ્રરસ બંધાય છે. તેમાં પરિણામની ધારાથી કેવલજ્ઞાનાવરણીય પ્રકૃતિ સિવાયની ચાર પ્રકૃતિઓ દેશઘાતી રસરૂપે બની શકે છે અને કેવલજ્ઞાનાવરણીયનો રસ બની શકતો જ નથી. એવો ને એવો તોવ્ર રસ રૂપે જ રહે છે. એક સાથે એવો બંધાય છે અને એક સાથે જ તેનો નાશ થાય છે અને કેવલજ્ઞાન થઇ શકે છે.
પૂર્વભવના પુણ્યોદયે આવી સુંદર સામગ્રી પામ્યા છીએ તેમાં જે કોઇ ચીજો મળેલી છે તે સાથે આવવાની નથી. સાથે આવશે તો જેટલા જ્ઞાનના સંસ્કાર દ્રઢ કરીને સ્થિર કરીશું એજ સાથે આવશે માટે જ્ઞાનનો સદુપયોગ કરતાં કરતાં મતિજ્ઞાનાવરણીયાનો રસ અભ્યરસ થાય એવો પ્રયત્ન કરવો જોઇએ.
મતિ અને શ્રુત જ્ઞાનાવરણીયનો તીવ્રરસ બાંધીએ એનાથી અંતરમાં વેરનો અનુબંધ પેદા થઇ શકે છે માટે એનો જરૂર નાશ કરવાનો છે.
જ્યાં સુધી જીવના અંતરમાં સમજણ ન આવે ત્યાં સુધી એ જ્ઞાનના ક્ષયોપશમ ભાવનો વધારે ને વધારે દુરૂપયોગ કરતો જાય છે. જેટલો દુરૂપયોગ તેટલો તીવરસ વધારે બંધાય.
છોકરાને ભણવાનું કહેવાથી, ભણીશું. મને મન થશે ત્યારે ભણીશ આવો છણકો કરે અજ્ઞાનથી. પણ તોય જ્ઞાનાવરણીયનો તીવ્રરસ બંધાય છે તેનાથી જ્ઞાન પ્રત્યે અવજ્ઞા અને દ્વેષ ભાવ પેદા થાય છે.
એવા જીવો કર્મબંધ વિશેષ ન કરે માટે જ્ઞાની ભગવંતો મોનનું સેવન કરે છે માટે કહેતા નથી.
જાતિસ્મરણ જ્ઞાન જીવને જે પેદા થાય છે તે મતિજ્ઞાનના ક્ષયોપશમ ભાવથી થાય છે માટે તે મતિજ્ઞાનનો ભેદ ગણાય છે. ઘણાની ધારણા શક્તિ ક્ષયોપશમ ભાવ રૂપે જોરદાર હોઇ શકે છે.
હિપ્નોટીઝમ એ સામાને આંજી નાંખવાની એક જાતની વિધા છે. આજે એ પૈસો કમાવાનું સાધન બનાવવામાં આવ્યું છે.
આથી નિશ્ચિત થાય છે કે જીવ જેટલો અશુભ અધ્યવસાયમાં વધારે ટાઇમ રહે તેનાથી પાંચે જ્ઞાનાવરણીય કર્મો તીવ્ર રસે બાંધ્યા કરે છે અને જેટલો શુભ અધ્યવસાયમાંથી શુધ્ધ પરિણામમાં અધિક રહેતો જાય તેમ પાંચેય જ્ઞાનાવરણીય કર્મનો રસ અલ્પ બાંધતો જાય છે માટે જ જેટલું બને
એટલું શુભ પરિણામમાંથી શુદ્ધ પરિણામમાં અધિક રહેવાય તેનો પ્રયત્ન ખાસ કરવો જોઇએ.
આ આઠ કર્મમાંથી એક આયુષ્ય કર્મ સિવાય બાકીના સાત કર્મોને જીવો સમયે સમયે બાંધે છે. નવમાં ગુણસ્થાનક સુધીમાં રહેલા જીવો બાંધે છે અને એક આયુષ્ય કર્મ પોતાના ભોગવાતા આયુષ્ય કાળમાં એક જ વાર બંધાય છે અને તે બંધાય ત્યારે એક સમયથી શરૂ કરી અસંખ્યાત સમયવાળા. અંતર્મુહુર્ત સુધી બંધાયા કરે છે. તે કાળમાં જીવો આઠ કમ બાંધે છે એમ ગણાય છે અને તે કાળ સમયના પછીના કાળમાં આયુષ્ય કર્મ સિવાય સાત કર્મનો બંધ જીવ સમયે સમયે કર્યા કરે છે.
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનાં સઘળા જીવોને જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ ભાવથી જ્ઞાનનો બોધ રહેલો હોય છે. નિગોદમાં રહેલા જીવોને અક્ષરનો અનંતમો ભાગ જે ખુલ્લો રહે છે તે શ્રુત જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી ગણાય છે. જો એટલું પણ જ્ઞાન ન હોય તો જીવ અજીવ બની જાય છે માટે ગમે તેટલું ગાઢ જ્ઞાનાવરણીય કર્મ બાંધેલું હોય તો પણ અક્ષરનો અનંતમો ભાગ કોઇ કાળે અવરાતો નથી. એટલે કે જ્ઞાન ગુણ ઢંકાતો નથી.
Page 16 of 126
Page #17
--------------------------------------------------------------------------
________________
કોઇ જીવ મનુષ્યપણુ પામીને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી ચૌદ પૂર્વનું જ્ઞાન ભણી શ્રુતકેવલી અને દેશના લબ્ધિ પેદા કરે. અનેક જીવોનાં અસંખ્યાતા અસંખ્યાતા ભવોને પણ જ્ઞાનથી જાણી શકે. રોજ ચૌદ પૂર્વનો અડતાલીશ મિનિટમાં સ્વાધ્યાય કરી જાય અથવા પાઠ કરી જાય એવી શક્તિ પણ પ્રાપ્ત કરે પણ કોઇ નિકાચિત કર્મના ઉદયથી છટ્ટા સાતમાં ગુણસ્થાનમાં પ્રમાદને આધીન થઇ જ્ઞાન ભૂલતા નીચે પડતાં ચોથા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યાંથી નીચે પતન પામતાં પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યાં જ્ઞાનને ભૂલી કર્મને પરવશ બની નિગોદનું આયુષ્ય બાંધીને સૂક્ષ્મ નિગોદમાં પણ ઉત્પન્ન થાય ત્યાં આવી રીતે સૂક્ષ્મ નિગોદમાં ચૌદપૂર્વ ભણી પતન પામી અનંતા જીવો ગયેલા છે અને અત્યારે ત્યાં વિધમાન
છે.
આનો અર્થ એ થાય છે કે શ્રુતકેવલીપણું પ્રાપ્ત કર્યા બાદ પ્રમાદને આધીન ન થાય તો જ્ઞાન ટકી રહે નહીંતર પ્રમાદને પરવશ બની જીવ સર્વ જઘન્ય શ્રુતજ્ઞાની રૂપે અક્ષરના અનંતમા ભાગ જેટલા શ્રુતજ્ઞાન સુધી પણ જઇ શકે છે અને ત્યાં ગયા પછી કેટલાક જીવો અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળ સુધી પણ રહી શકે છે એટલે કે અનંતી ઉત્સરપિણી-અનંતી અવસરપિણી કાળ સુધી પણ રહી શકે છે અને જ્યારે મોક્ષે જવાનો કાળ આવે ત્યારે છેલ્લા ભવે ત્યાંથી નીકળી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ કેવલજ્ઞાન પામી મોક્ષે જઇ શકે છે. કેટલાક જીવો અસંખ્યાત કાળ રહે-કેટલાક જીવો સંખ્યાત કાળ પણ રહે આથી સમજવાનું છે કે પ્રમાદ બહુ જ ભયંકર છે તેનાથી સાવચેત થવાનું છે.
જ્યાં સુધી જીવના અંતરમાં અજ્ઞાન બેઠેલું હોય છે ત્યાં સુધી પ્રમાદને પ્રમાદ રૂપે ઓળખવા ન દે. જીવને એ અજ્ઞાન જ્યાંસુધી સારું લાગે ત્યાંસુધી જ્ઞાન પ્રત્યે રૂચિ ભાવ પેદા થવા દે નહિ જેટલે અંશે અજ્ઞાન નાશ પામે એટલે અંશે જ્ઞાન પ્રત્યે રૂચિભાવ પેદા થાય તો જ પ્રમાદ ખટકે ખરાબ લાગે અને તે પ્રમાદને કાઢવાનું મન થાય.
જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી જ્ઞાનની રૂચિ ન થાય પ્રમાદ ગમાડે અને પ્રમાદ ખરાબ છે એમ લગાડવા ન દે ત્યાં સુધી જેટલા જેટલા પદાર્થો પ્રમાદને વધારનારા છે તે ખરાબ લાગતા નથી અને તે પદાર્થો ગમી જાય છે.
જીવને અનુકૂળ પદાર્થો ગમે છે તે પણ એક પ્રકારનો પ્રમાદ છે અને તે અનુકૂળ પદાર્થ પ્રત્યેનો ગમો. એ અજ્ઞાન છે અને તે અજ્ઞાન જ જીવના અંતરમાં જ્ઞાન આવવા અને જ્ઞાન પ્રત્યે રૂચિ ભાવ પેદા થવા દેતું નથી.
આ આપણી પોતાની પરિણતી જ્યાં સુધી હોય છે ત્યાં સુધી સાતેય કર્મ બંધાયા જ કરે છે. તેમાં સુખના રાગથી જ્ઞાન પ્રત્યે રૂચિ નથી તેથી અશુભ ભાવ બેઠેલો છે તેનાથી જીવોને જ્ઞાનાવરણીયકર્મ સમયે સમયે બંધાયા જ કરે છે.
જીવને મોહનીય કર્મનો ઉદય સતત ચાલને ચાલુ જ રહે છે અને તે ધ્રુવ બંધી અને ધ્રુવોદયી. પ્રકૃતિવાળો જીવ હોય છે તેથી શુભાશુભ કર્મપ્રકૃતિઓને બાંધ્યા જ કરે છે.
આ કારણથી કહેવાય કે જીવ જ્ઞાનની કે જ્ઞાનીની આશાતના ન કરતો હોય-તેવા વિચારો પણ ના કરતો હોય-તેવા વચનો પણ ન બોલતો હોય અને એમને એમ બેઠેલો હોય છતાં પણ અનુકૂળ પદાર્થોનાં રાગના પરિણામના કારણે-પ્રતિકૂળ પદાર્થોના દ્વેષના કારણે અજ્ઞાન ગમે છે આથી જ્ઞાન પ્રત્યેનો રૂચિભાવ ન હોવાથી-અજ્ઞાનની ખટક ન હોવાથી જીવે સમયે સમયે અશુભ પ્રકૃતિરૂપે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યા જ કરે છે.
દત નંદ
Page 17 of 126
Page #18
--------------------------------------------------------------------------
________________
આથી જીવોનો સુખના પદાર્થો પ્રત્યેનો જેવો રસ, જેવો રાગ તેવું તેનું અજ્ઞાન વધારે રસવાળું ગણાય અને એથી જ્ઞાનાવરણીય કર્મ તેવા પ્રકારના રસવાળું એટલે કે તીવ્ર રસવાળું જીવો બાંધી શકે છે.
આ વિચારોના કારણોથી મહાવીર ભગવાને “સમય ગોયમ મા પમાયએ ” એટલે કે હે ગીતમ તું ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહિ એમ જણાવેલ છે.
આ અજ્ઞાનથી છૂટવા માટે જ્ઞાની ભગવંતોએ એક જ માર્ગ કહેલો છે કે શુધ્ધ પરિણામનું લફચ. રાખી જેટલી બને એટલી શુભ ક્રિયાઓ જીવ કરતો જાય. તો જ અજ્ઞાન દૂર થાય. જો શુધ્ધ પરિણામનું લક્ષ્ય ન હોય અને શુભ ક્રિયાઓ સારી રીતે કરે તો પણ તેનું અજ્ઞાન ટળે નહિ અર્થાત ઓછું થાય નહિ. એવી જ રીતે શુધ્ધ પરિણામના લક્ષ વગર જૈન શાસનનું જ્ઞાન અગ્યાર અંગ અને બારમાં અંગમાંથી ચોથુ પૂર્વ દ્વાર આવે છે તેના સાડા નવ પૂર્વનું જ્ઞાન ભણે તો પણ તે જીવનું અજ્ઞાન ઓછું થાય નહિ પણ અજ્ઞાન તેનું ગાઢ થતું જાય છે આથી એવા જ્ઞાની જીવોને જ્ઞાની ભગવંતોએ અજ્ઞાની કહેલા છે.
આથી ફલિત થાય છે કે શુધ્ધ પરિણામના લક્ષ્ય વગર કરાતી શુભ ક્રિયાઓનાં અનુષ્ઠાનો જીવને અજ્ઞાની બનવામાં સહાયભૂત થાય છે તેથી પાપાનુબંધિ પુણ્યનો બંધ જીવ કરતો જાય છે અને જે કષ્ટ વેઠે છે તેનાથી અકામ નિર્જરા સાધે છે.
જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે પોતાના જન્મદાતા ઉપકારી માતા-પિતાની નિ:સ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે તો જીવ પુણ્યાનુબંધિ પુણ્ય બાંધે છે. તે પુણ્ય જ્યારે જીવને ઉદયમાં આવે ત્યારે દેવ ગુરૂની ઓળખ કરાવે અને જીવનું અજ્ઞાન દૂર કરી તત્વની વાણી સાંભળવા રૂચિ પેદા કરાવે તે તત્વની સન્મુખ બનાવી અપુનબંધક દશાને પેદા કરાવે છે પણ તરત જ અપુનબંધક દશા આવે એવો નિયમ નહિ.
જીવને જ્યાં સુધી શુધ્ધ પરિણામનું લક્ષ્ય ન થાય ત્યાં સુધી મળેલી ધર્મની સામગ્રી આત્મિક ગુણની. સન્મુખ થવામાં સહાયભૂત ન થાય એટલે એ જીવ અપુનર્ભધક દશાને પ્રાપ્ત કરી શકે નહિ.
આથી આંશિક જ્ઞાન જીવને પુણ્યાનુબંધિ પુણ્ય બંધાવે. શુધ્ધ પરિણામના લક્ષપૂર્વકનું હોય તો નિઃસ્વાર્થ બુદ્ધિથી કરેલો દયાનો પરિણામ પણ જીવને પુણ્યાનુબંધિ પુણ્ય બંધાવે અને તે ઉદયમાં આવે તો અપુનબંધક દશા પ્રાપ્ત કરાવે.
આત્મિક ગુણોને વિગ્ન કરનાર ચીજો (પદાર્થો) કઇ કઇ છે તેને ઓળખી લ્યો અને તેને કાઢવાનો પ્રયત્ન કરો તો અંતરમાંથી સ્વાર્થ ઓછો થતો જાય. જે સ્વાર્થ એકાંતે નુક્શાન કરે છે. પાપના ખાડામાં નાંખે છે તેને કાઢીએ તો જ અને તેના પ્રત્યે ગુસ્સો વધારી તેનાથી સાવચેત રહીએ તો જ આત્મિક ગુણો. પેદા થાય અને પેદા થયેલા ગુણો ટકે-તે ગુણોમાં સ્થિરતા આવે અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ભાવ જીવને પેદા થાય.
દુઃખ ગર્ભિત અને મોહ ગર્ભિત વૈરાગ્ય તો જીવનમાં ડગલેને પગલે ચાલુ જ છે. દુ:ખથી કંટાળીને સંસાર ત્યાગ કરવાનું મન તે દુ:ખ ગર્ભિત વૈરાગ્ય કહેવાય. મોહના ઉદયથી પોતાની ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન થતાં સંસાર ત્યાગ કરવાનું મન તે મોહ ગર્ભિત વૈરાગ્ય ગણાય છે. આવા વૈરાગ્યની જ્ઞાનીઓને કોઇ કિંમત નથી માટે આપણા પોતાના શુભાશુભ પરિણામને ઓળખતા થવાનું છે. જેટલા ઓળખતા જઇએ અને તેનાથી સાવચેત રહી જીવન જીવીએ એટલું કલ્યાણ થાય.
અત્યારે આ ભરત ક્ષેત્રમાં કે જે ક્ષેત્રમાં રહીને આપણે આરાધના કરીએ છીએ તે ક્ષેત્રમાં ઇતર દર્શનમાં રહેલા એટલે ઇતર ધર્મમાં રહેલા કેટલાક સરલ પ્રકૃતિવાળા જીવો નિ:સ્વાર્થ બુદ્ધિથી જીવન જીવતા અહીંથી મરીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ આઠ વર્ષે સંયમનો સ્વીકાર કરી કેવલજ્ઞાન પામી મોક્ષે
Page 18 of 126
Page #19
--------------------------------------------------------------------------
________________
જશે એવા જીવો ઇતર દર્શનમાં વધારે છે એમ જ્ઞાની ભગવતોએ કહેલું છે.
અત્યારે કોઇ કોઇ જીવ દેખાય પણ છે કે જેને એકનો એક દિકરો હોય-ભણાવીને તૈયાર કરેલો હોય ઓફીસે બેસતો કર્યો હોય અને અચાનક મરણ પામી જાય તો તે સરલ જીવો કહે છે કે જેમ મારે ખપ હતો એમ ભગવાનને એનો ખપ પડ્યો હશે માટે ભગવાને બોલાવી લીધો છે. પણ મનમાં જરાય દુઃખ લગાડે નહિ એવી જ રીતે પુણ્યથી જે સામગ્રી મળેલી છે તે એકદમ નાશ પામી જાય કે કોઇ લઇ જાય તો તેઓ બોલે છે કે મારું પુણ્ય પુરૂં થયું માટે ગઇ તેને ખપ હશે માટે લઇ ગયો છે. મારે હાથ પગ છે ફ્રીથી મહેનત કરીશ. ગઇ તો જંજાળ ઓછી તેની હાય વોય કે ચિંતા નહિ. આવા જીવો મહાવિદેહમાં જઇ શકે.
દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરનારામાં આવા પરિણામો આજે છે ? દેખાય છે ? લાવવાની ભાવનાવાળા પણ મલે છે ? અરે ઉપરથી કહે આવા વેવલાપણાના વિચારો ન કરાય ! વિચારો કે મહાવિદેહ ક્ષેત્ર ક્યાંથી મળે ?
જો મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થવું જ હોય તો સરલ પ્રકૃતિ અને નિ:સ્વાર્થ બુદ્ધિ પેદા કર્યા વગર ચાલે જ નહિ.
નિ:સ્વાર્થ બુદ્ધિથી માતા પિતાની સેવા કરતાં કરતાં સદાચારી જીવન અને કારણ કે માતા પિતા જે આજ્ઞા કરે તે પાલન કરવાનું બનતું જ હોય તેથી અનાચારી જીવન અટકી જાય. આ સદાચારી જીવન જીવતા જીવતા જે કાઇ સહન કરવાનો અભ્યાસ પડે તેનાથી બાહ્ય અને અત્યંતર પ્રકારના તપના સેવનની એટલે આચરવાની શક્તિ પેદા થતી જાય છે અને ત્યાર પછી જીવન સુખમય સંસાર પ્રત્યેનો રાગ ઓછો થતો જાય તે અપુનબંધક દશા કહેવાય છે.
આ કારણથી નિ:સ્વાર્થ બુધ્ધિ-સદાચાર અને બાહ્ય અત્યંતર તપ આ ત્રણ ગુણ જીવોને ગુણહીના ગુણસ્થાનકમાં પ્રાપ્ત થતાં જાય એટલે હૈયાની સરલતા પેદા થતી જાય અને પછી જીવને મોક્ષના અભિલાષ રૂપે અપુનર્ભધક દશા પેદા થાય છે.
નિ:સ્વાર્થ બુદ્ધિથી જીવ અશુભ પરિણામોનો ત્યાગ કરતો જાય, શુભ પરિણામ પેદા કરતો જાય, અને તે શુભ પરિણામની સ્થિરતા પેદા કરતો જાય છે અને એ સ્થિરતાથી જીવ શુધ્ધ પરિણામ પેદા કરતો જાય. આ દશા જીવને જેમ જેમ પ્રાપ્ત થતી જાય તેમ તેમ એ જીવ પોતાના દોષને દોષ રૂપે ઓળખતો જાય એટલે જાણતો જાય છે.
એક કોટાકોટી સાગરોપમમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સ્થિતિ જીવ બાંધે તેને અંતઃકોટાકોટી સાગરોપમની સ્થિતિ કહેવાય છે. આ સ્થિતિ બંધનો અબાધાકાળ એક અંતર્મુહૂર્તનો હોય છે. એટલે કે તે બાંધેલું કર્મ એક અંતર્મુહૂર્ત સુધી ઉદયમાં આવતું નથી તે પછી તે બાંધેલા કર્મ પુદ્ગલોનો ઉદય ચાલુ થઇ શકે છે એટલે કે ઉદયમાં આવે છે.
જે જીવો માતા-પિતા-પતિ-પત્ની-દિકરા-દિકરી સ્નેહી-સંબંધી પ્રત્યેનો રાગ રાખીને ધર્મ ક્રિયાની આચરણા કરે છે તેનાથી જીવોને એકેન્દ્રિયપણામાં ઉત્પન્ન થવા લાયક કર્મ બંધ થાય છે. એમ જ્ઞાની ભગવંતોએ કહેલું છે.
આ કારણથી મળેલા પદાર્થોની આસક્તિ-રાગ અને દ્વેષ ઓછા થાય એ પ્રમાણે આરાધના કરવાનું વિધાન કહેલું છે.
આસક્તિ રાગના કારણથી થાય છે માટે તે અવગુણ કહેવાય છે જ્યારે વાત્સલ્ય ભાવ આસક્તિ ના હોય ત્યારે પેદા થાય છે માટે તે ગુણ કહેવાય છે.
Page 19 of 126
Page #20
--------------------------------------------------------------------------
________________
ન
મારે ત્યાં આવેલો આત્મા દુર્ગતિમાં ન જાય અને સદ્ગતિ પ્રાપ્ત કરી શકે એવા સંસ્કાર પેદા કરું. એવું જીવન જીવતો બનાવું એમ વિચારીને મા તેની કાળજી રાખે તેમાં તે દિકરાના હિતની ચિંતા છે પણ તેના સુખની ચિંતા નથી માટે તે વાત્સલ્ય ભાવના પરિણામ કહેવાય પણ રાગનો પરિણામ ન કહેવાય.
જ્યારે મારે ત્યાં જન્મ પામેલો દિકરો, એને એવા સંસ્કાર આપું કે તે હોંશિયાર થાય અને પોતાની જાતે કમાઇ અમારા કરતાં સારો સુખી બને સુખ ભાગવે અને છેલ્લી જીંદગી અમોને સારી રીતે સાચવે એ વિચારોથી તેની કાળજી રાખે તે અવગુણ છે તેનાથી જીવો પોતાનો સંસાર વધારતા જાય.
સમયે સમયે જીવો જે સાત કર્મનો બંધ કરે છે તેને અટકાવવાની આપણામાં શક્તિ નથી તેને રોકવાની તાકાત જીવોમાં નથી તે અટકાવવાની શક્તિ ૧૧-૧૨ અને ૧૩મા ગુણસ્થાનકમાં રહેલા જીવોની હોય છે. દશમા ગુણસ્થાનકમાં રહેલા જીવોની એક મોહનીય કર્મને અટકાવવાની શક્તિ હોય છે. તો પછી ધર્મ પ્રવૃત્તિથી આપણે શું કરી શકીએ ?
જ્ઞાનીઓ કહે છે કે અશુભ પરિણામોને અટકાવીને શુભ પરિણામ પેદા કરી તેમાં સ્થિરતા કેળવી શકીએ અને તે સંસ્કાર દ્રઢ કરવા હોય તો કરી શકીએ એટલી આપણી તાકાત છે. તેનાથી આત્માને આવતાં દુ:ખોનું નિવારણ કરી શકીએ છીએ. કદાચ દુ:ખ આવે એવું કર્મ બાંધેલું હોય તો શુભ પરિણામના સંસ્કારોથી તેમાં સમાધિ ટકાવી શકીએ એવી શક્તિ પેદા કરી શકીએ એટલી તાકાત છે.
બંધાતા સાતે કર્મોમાં વિભાગ થાય છે એટલે કે તે થોડા થોડા પુદ્ગલોમાં તેવા તેવા પ્રકારનો રસ ઉમેરાતા (નાંખતા) તે પુદ્ગલોનો તેવા તેવા પ્રકારનો સ્વભાવ પડે છે તે પ્રકૃતિ કહેવાય છે. આ રીતે આત્માની સાથે જુદા વિભાગી કરણ રૂપે પુદ્ગલોનો સ્વભાવ થવો તે પ્રકૃતિ બંધ કહેવાય છે. જીવોને પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ યોગથી થાય છે. સ્થિતિ બંધ કષાયથી થાય છે અને રસબંધ લેશ્યા સહિત કપાયથી પેદા થાય છે.
સાત કર્મોથી સાત સ્વભાવ પેદા થાય છે.
આત્માના જ્ઞાન ગુણને આવરણ કરવાનો સ્વભાવ તે જ્ઞાનાવરણીય કર્મ. આત્માના દર્શન ગુણને આવરણ કરવાનો જે સ્વભાવ તે દર્શનાવરણીય કર્મ. સુખ અને દુ:ખની અનુભૂતિ પેદા કરવાનો જે સ્વભાવ તે વેદનીય કર્મ. આત્માના વિવેક ગુણમાં મુંઝવણ પેદા કરાવવાનો જે સ્વભાવ તે મોહનીય કર્મ. શરીર-અંગોપાંગ - ઇન્દ્રિયાદિની વિચિત્રતા પેદા કરવાનો સ્વભાવ તે નામ કર્મ. જીવોને ઉચ્ચપણાનો કે નીચપણાનો જે વ્યવહાર કરવાનો સ્વભાવ તે ગોત્ર કર્મ. (9) દાનાદિ ગુણમાં તથા મન-વચન, કાયાના, વીર્યના વ્યાપારમાં રૂકાવટ કરવા આદિનો જે સ્વભાવ પેદા કરાવે તે અંતરાય કર્મ.
આ રીતે ગ્રહણ કરેલા પુદ્ગલોમાં આત્મા પોતાના શુભાશુભ પરિણામથી તે તે પ્રકારના રસવાળા પુદ્ગલો બનાવે તે, તે તે પ્રકારનું કર્મ કહેવાય છે.
(૧)
(૨)
(3)
(૪)
(૫)
(૬)
કષાયોથી જીવોને સ્થિતિબંધ થાય છે. એટલે કે જે જે સ્વભાવવાળા પુદ્ગલો યોગથી જીવે બનાવ્યા તે સ્વભાવવાળા પુદ્ગલો આત્માની સાથે એકમેક થઇને કેટલા કાળ સુધી એવા ને એવા રહેશે તેનું જે નક્કી કરવું તે સ્થિતિબંધ કહેવાય છે.
સામાન્ય રીતે કષાયોના ૪ ભેદો કહ્યા છે. (૧) સ્વ પ્રતિષ્ઠિત (૨) પર પ્રતિષ્ઠિત
Page 20 of 126
Page #21
--------------------------------------------------------------------------
________________
(૩) ઉભય પ્રતિષ્ઠિત (૪) અપ્રતિષ્ઠિત.
(૧) સ્વ પ્રતિષ્ઠિત કષાય :- પોતાના ક્રોધાદિ કષાયના ઉદયથી જીવ પોતેને પોતે રીબામણ પામ્યા કરે એટલે કે પોતાના અંતરમાં ક્રોધાદિ કષાય પેદા થતાં કોઇને કહી શકાય એમ ન હોય તો તે કષાયથી જીવ પોતે અંદરથી બળ્યા કરે-લવારો કર્યા કરે-બેસતા ઉઠતાં ચાલતાં જીવ તે કષાયના વિચારોથી અંદરને અંદર પીડા પામ્યા કરે તે સ્વ પ્રતિષ્ઠિત કષાય કહેવાય છે. આ કષાયથી જીવ જે કર્મના પુદ્ગલો બનાવે છે તેની સ્થિતિ આત્માની સાથે નક્કી કરતો જાય છે. આ કષાય કોઇવાર તીવ્રતર હોય, તીવ્રતમ હોય, મંદ હોય અથવા મંદતમ પણ હોઇ શકે છે.
(૨) પ-પ્રતિષ્ઠિત કષાય :- પોતાના નિમિત્તે બીજાને જે કષાય પેદા થાય તે પર પ્રતિષ્ઠિત કહેવાય છે. એટલે કે પોતાના વાક્યોથી અથવા પોતાની પ્રવૃત્તિથી બીજા જીવોને નિમિત્ત રૂપ બનતાં કષાયની એટલે ક્રોધાદિ કષાયો પેદા થાય તે પર પ્રતિષ્ઠિત કષાય કહેવાય છે.
(૩) ઉભય પ્રતિષ્ઠિત કષાય :- જે ક્રોધાદિ કષાયના ઉદયથી પોતાના આત્મામાં કષાય પેદા થાય અને તેની સાથે જ બીજા જીવોના અંતરમાં પણ ક્રોધાદિ કષાય પેદા થાય એમ બન્નેનાં અંતરમાં જે ગુસ્સો આદિ કષાય પેદા થાય તે ઉભય પ્રતિષ્ઠિત કષાય કહેવાય છે.
(૪) અપ્રતિષ્ઠિત કષાય :- ક્રોધાદિ કષાય મોહનીયના ઉદયથી આત્મામાં વિશેષ નુક્શાન ન કરતાં જેવા ઉદયમાં આવ્યા તેવા ઉદયમાંથી નાશ પામે તે અપ્રતિષ્ઠિત કષાય કહેવાય છે.
આ ચારેય પ્રકારના કષાયો તીવ્રતર રૂપે, તીવ્રતમ રૂપે, તીવ્ર રૂપે અને મંદ રૂપે એટલે કે જોરદાર રસવાળા - તેનાથી ઓછા રસવાળા તેનાથી કાંઇક ન્યૂન રસે અને મંદ રસે પણ ઉદયમાં આવી શકે છ. તે સ્વ પ્રતિષ્ઠિત આદિમાં આ ચારેય પ્રકારો રહી શકે છે તેનાથી જીવ સ્થિતિ બંધ કરે છે. લાંબી અને મોટી સ્થિતિ બાંધવામાં અપ્રતિષ્ઠિત કપાય કામ લાગતો નથી. પહેલા ત્રણ કપાયથી મોટી-વધારે સ્થિતિ બંધાય છે. આથી જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે જેટલો કપાય વધારે તેટલો સ્થિતિ બંધ વધારે જેટલો કપાય ઓછો તેટલી સ્થિતિ ઓછી એટલે મંદ બંધાય.
પહેલાગુણસ્થાનકે જ્ઞાન ગર્ભિત વૈરાગ્યવાળા જીવોને અપ્રતિષ્ઠિત કષાય હોઇ શકે છે કે જેનાથી જીવો ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરતાં નથી આથી અપુનબંધક દશામાં રહેલા જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાનો અધ્યવસાય પ્રાપ્ત થતો નથી. એમ જ્ઞાની ભગવંતો કહે છે.
જેમ કષાયની સહાયથી સંસારની વૃધ્ધિ થાય છે એટલે સ્થિતિ બંધ થાય છે તેમ તે જ કષાયની સહાય લેતા આવડે તો તે કષાયની સહાયથી જ ધર્મમાં સ્થિરતા પેદા થઇ શકે છે એ ધર્મની ક્રિયાઓમાં સ્થિરતા લાવવા તે ક્રિયાનો રસ વધારવા માટે જેટલો કપાયનો ઉપયોગ કરીએ તેટલો રસ વધારે થાય અને
ગુણોને વિષે અપ્રમત્ત ભાવ પેદા થતો જાય આ રીતે કષાયની સહાયથી જ પહેલા-ચોથા-પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનક સુધી ધર્મ આરાધના કરવાની છે તે કષાયની સહાય લઇને જે ધર્મ પ્રવૃત્તિ થાય તે પ્રશસ્ત કષાયથી ધર્મ કરણી થયેલી કહેવાય જેનાથી બંધાતી અશુભ પ્રકૃતિઓનો રસ ઓછો બંધાય. બંધાતી શુભ પ્રકૃતિઓનો રસ તીવ્ર બંધાય અને બંધાયેલી અશુભ પ્રકૃતિઓની સ્થિતિ અને રસની નિર્જરા થાય છે. માટે પ્રશસ્ત કષાયથી ધર્મ પ્રવૃત્તિ બને તેવો અભ્યાસ પાડવો જોઇએ.
આ પ્રશસ્ત કષાય પુરૂષાર્થથી પેદા થાય છે પણ સ્વભાવિકપણે હોતા નથી જ્યારે અનાદિકાળથી જીવોને અપ્રશસ્ત કષાય રહેલા જ હોય છે. આ રીતે કષાયથી સ્થિતિબંધ કહ્યો.
લેશ્યા સહિત કષાયથી જીવો રસબંધ કરે છે. ચૌદ રાજલોક રૂપ જગતમાં જેમ પુદ્ગલો ઠાંસી
Page 21 of 126
Page #22
--------------------------------------------------------------------------
________________
ઠાંસીને ભરેલા છે તેમ ગ્રહણ યોગ્ય વર્ગણાઓનાં-શરીર ગ્રહણ યોગ્ય અને અગ્રહણ યોગ્ય વર્ગણાઓનાં પુદ્ગલોની વચમાં વચમાં સ્વતંત્ર રીતે દરેક આકાશ પ્રદેશ ઉપર અનંતા અનંતા કૃષ્ણ લેશ્યાના-નીલ લેશ્યાના-તેજો લેશ્યાના-પદ્મ લેશ્યાના અને શુક્લ લેશ્યાના પુદ્ગલો રહેલા છે. આ પુદ્ગલોને જીવ પોતાના અધ્યવસાયથી સમયે સમયે ગ્રહણ કરે છે અને મૂકે છે. આ પુદગલો જે લેશ્યાના ગ્રહણ કરાય છે તે ગ્રહણ કરેલા પુદ્ગલો તે દ્રવ્ય લેશ્યા ગણાય છે. અને તે પુદ્ગલોથી આત્માના પરિણામ તે રૂપે બનાવવા તે ભાવ લેશ્યા ગણાય છે.
જે પુદ્ગલો વડે આત્મા લેપાય તે લેશ્યા કહેવાય. જ્યારે તે પુદ્ગલોને ગ્રહણ કરી આત્મા લેપાતો જાય છે તેની સાથે કષાય ભળે તો તે બન્નેથી જે કર્મના સ્વભાવ રૂપે પુદ્ગલો બનાવેલ છે તેમાં રસ બંધ કરતો જાય છે.
કષાયના પરિણામ જીવોને અસંખ્યાતા સમય જેટલા અંતર્મુહૂર્ત સુધી ટકી રહે છે જ્યારે લેશ્યાનો પરિણામ જીવને આઠ સમયથી અધિક રહેતો નથી એ આઠ-આઠ સમયે પોતાના અધ્યવસાયની તીવ્રતા-તીવ્રતરતા-તીવ્રતમતા-મંદતા-મંદતરતા અને મંદતમતા રૂપે થતાં જાય છે. આ કારણોથી એક કષાયની સ્થિતિ સ્થાનમાં અસંખ્યાતા લોકાકાશના આકાશ પ્રદેશોની સંખ્યા જેટલા રસબંધના સ્થાનો તરતમતા રૂપે જીવને પ્રાપ્ત થાય છે એમ જ્ઞાની ભગવંતોએ જોયેલું છે.
જ્ઞાની ભગવંતો કહે છે કે કર્મના પુદ્ગલા એટલે કાર્મણ વર્ગણાના પુદ્ગલોને જીવ ગ્રહણ કર્યા કરે છે તેને રોકવાની તાકાત નથી અને તે કર્મ રૂપે બનાવ્યા કરે છે અને તેમાં સ્થિતિ અને રસ પણ નાખતો જાય છે તો જીવે સાવચેત બનવાનું એમાં છે કે અશુભ પ્રકૃતિઓનો તીવ્ર રસ ન બંધાઇ જાય તેની કાળજી રાખવાની છે. એટલે ગુજરાતી ભાષામાં પૂજાઓમાં જ્ઞાની ભગવંતોએ લખ્યું છે કે બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે શ્યો સંતાપ. આનો અર્થ થાય છે કે બાંધેલું કર્મ ઉદયમાં આવે તો સંતાપ નહીં કરવાનો પણ નવું કર્મ તીવ્રરસે ન બંધાય તેની કાળજી રાખવાની છે. જો આટલો ઉપયોગ સતત રાખવાનો મહાવરો પડી જાય તો જીવોને જીવન જીવતા આવડે.
આ રીતે પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ બંધનું સામાન્યથી વર્ણન જોયું.
આ પ્રકૃતિ આદિ ચારેય પ્રકાર આઠ કર્મોને વિષે તથા તેના ઉત્તર ભેદો એકસો અઠ્ઠાવન ભેદોને વિષે હોય છે. એટલે કે જ્ઞાનાવરણીય કર્મ પ્રકૃતિ રૂપે-સ્થિતિ રૂપે-રસ રૂપે અને પ્રદેશ રૂપે હોય છે તેમ દરેક કર્મો અને તેના ઉત્તર ભેદો પણ એ રીતે સમજવા.
મિથ્યાત્વ મોહનીયનો ઉદય જીવને રાષ્ટ્રપતિ જેવું કામ કરે છે અને અવિરતિનો ઉદય વડાપ્રધાન જેવું કામ કરે છે.
નવી નવી ઇચ્છાઓ પેદા કરાવે (નવા નવા પદાર્થોની) તે અવિરતિ કહેવાય છે અને આવી થયેલી ઇચ્છાઓ બરાબર છે કરવા લાયક છે એવી જે માન્યતા તે મિથ્યાત્વ કહેવાય છે. કષાયની તીવ્રતા થાય એટલે મિથ્યાત્વ તેમાં મત્તુ મારે, બરાબર છે એની મહોર છાપ લગાવે. અપુનર્બંધક દશાને પ્રાપ્ત કરેલા જીવોને કષાયની તીવ્રતા ન થવાના કારણે તે જીવો ઉત્કૃષ્ટ સ્થિતિરૂપ કર્મનો બંધ કરતાં નથી.
જ્ઞાનને આવરણ કરનારા પુદ્ગલો જે આપણે ગ્રહણ કરીએ છીએ એટલે કે કાર્મણ વર્ગણાના કેટલાક પુદ્ગલોને જ્ઞાનના આવરણ કરવાના સ્વભાવવાળા બનાવીએ છીએ તે જ્ઞાનાવરણના પાંચ પ્રકાર છે.(૧) મતિ જ્ઞાનાવરણ, (૨) શ્રુત જ્ઞાનાવરણ, (૩) અવધિ જ્ઞાનાવરણ, (૪) મન:પર્યવ જ્ઞાનાવરણ અને (૫) કેવલ જ્ઞાનાવરણ.
Page 22 of 126
Page #23
--------------------------------------------------------------------------
________________
અનાદિ કાળથી જીવ અજ્ઞાન છે એથી અશુભ અધ્યવસાય અનાદિ કાળથી જીવને બેઠેલો છે તેથી જ્ઞાનાવરણ કર્મ બાંધે છે.
જ્યાં સુધી જીવને પોતાનો ગુણ જે ક્ષાયિક ભાવ છે તે ક્ષાયિક ભાવે જ્ઞાન પેદા ન થાય એટલે કે કેવલજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવ છદ્મસ્થ કહેવાય છે. અને તેથી ક્ષયોપશમ ભાવે જીવને જ્ઞાન રહેલું હોય છે. કેવલજ્ઞાનની અપેક્ષાએ એટલે ક્ષાયિક ભાવના જ્ઞાનની અપેક્ષાએ ક્ષયોપશમ ભાવે રહેલું જ્ઞાન તે બધું જ અજ્ઞાન કહેવાય છે. અને જીવોને આ રીતે જે અજ્ઞાન માન્યું છે તે પહેલા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી અજ્ઞાન ગણાય છે.
જેમ જીવોને એક-એક અંતર્મુહૂર્તે ત્રણે વેદમાંથી કોઇને કોઇ વેદનો ઉદય અવશ્ય ચાલુ જ હોય છે છતાંય જ્ઞાનના ઉપયોગમાં સ્થિર રહીને તે ઉદયને નિક્ળ બનાવી શકે છે એવી જ રીતે ક્રોધાદિ કષાય ચારેયમાંથી જીવોને એક એક અંતર્મુહૂર્તે કોઇને કોઇ કષાયનો ઉદય અવશ્ય હોય છે પણ જીવો જ્ઞાનના ઉપયોગમાં સ્થિર થતાં થતાં તે ઉદયમાં રહેલા કષાયનો ઉદય નિક્ળ બનાવી ભોગવતા જાય છે આથી વિશુધ્ધ અધ્યવસાય પ્રાપ્ત થાય છે તે વિશુદ્ધ અધ્યવસાયની સ્થિરતા આવે છે અને આત્મા કષાયના ઉદયને અપ્રતિષ્ઠિત રૂપે બનાવતો જાય છે.
આ રીતે તીર્થંકર પરમાત્માના આત્માઓ છેલ્લા ભવમાં સંસારી અવસ્થામાં ચોથા અવિરતિ સમ્યગદ્રષ્ટિ ગુણસ્થાનકે વધારેમાં વધારે ત્ર્યાશી લાખ પૂર્વ વરસ સુધી રહે છે તે નિકાચિત કર્મો બંધાયેલા છે માટે તેટલા કાળ સુધી રહી તે કર્મના ઉદયને ભોગવતા જ્ઞાનના ઉપયોગમાં સ્થિર રહીને તે ઉદય રૂપ કર્મોનો ઉદય નિક્ળ બનાવીને ભોગવી રહ્યા હોય છે.
આ ઉપરથી એ વિચારો કે આટલી ઉંચી કોટીની સાહ્યબી સંપત્તિમાં રહેવા છતાં કોઇ પદાર્થ પ્રત્યે રાગ થવા દીધો નથી. આ પદાર્થ મને અનુકૂળ-આ પદાર્થ મને પ્રતિકૂળ છે એવા વિચારો કોઇદિ પેદા થવા દીધા નથી. તો આ રીતે એ તીર્થંકર પરમાત્માના આત્માઓ જીવન જીવી શકે છે તો તુચ્છ પદાર્થોમાં રાગાદિ પરિણામ વગર જીવન જીવવું હોય તો અભ્યાસ પાડીએ તો જીવી શકાય કે નહિ ?
આત્મા ઉપર મોહનીય કર્મના દલિકો વધારેમાં વધારે સીત્તેર કોટાકોટી સાગરોપમ કાળ સુધી રહી શકે છે. પણ સીત્તેર કોટાકોટી સાગરોપમ સુધી જે પુદ્ગલો રહે છે તે સૌથી ઓછા હોય છે બંધાયેલા કર્મ પુદ્ગલોને, સમયે સમયે કેટલા કેટલા પુદ્ગલો ઉદયમાં આવશે તેની જીવ પોતાના અધ્યવસાયથી રચના કરે છે તેમાં પહેલા સમયે સૌથી વધારે બીજા સમયે ઓછા -એમ ઓછા ઓછાના ક્રમે ગોઠવીને તૈયારી કરે છે તેને શાસ્ત્ર પરિભાષાથી નિષેક રચના કાળ કહેવાય છે. આથી સીત્તેર કોટા કોટી સાગરોપમવાળા છેલ્લા સમયના પુદ્ગલો સૌથી ઓછા રહેલા હોય છે.
કર્મ રૂપે પરિણામ પામતાં પુદ્ગલો જે સાત કર્મ રૂપે પરિણામ પામે છે તે જ સમયે જીવ પોતાના અધ્યવસાયથી સંક્રમને યોગ્ય એટલે બીજી પ્રકૃતિ પરિણામ પામવાને યોગ્ય થોડા પુદ્ગલોનો સ્વભાવ બને તે સંક્રમ યોગ્ય કહેવાય. કેટલાક પુદ્ગલોની સ્થિતિ અને રસ વધારી શકાય એવા બનાવે તે ઉર્તના કરણ કહેવાય છે. કેટલાક પુદ્ગલોની સ્થિતિ અને રસ ઘટાડી શકાય એવી યોગ્યતાવાળા બનાવે તે અપવર્તના કરણ કહેવાય છે. કેટલાક પુદ્ગલો બલાત્કારે એટલે વિશેષ પુરૂષાર્થથી ખેંચીને ઉદયમાં જલ્દી લાવીને ભોગવી શકાય એવી યોગ્યતાવાળા બનાવે છે તે ઉદીરણા કરણ કહેવાય છે. કેટલાક પુદ્ગલોને દબાવવાની યોગ્યતાવાળા કરે તે ઉપશમના કરણ કહેવાય છે. કેટલાક પુદ્ગલોને ઉર્તના-અપવર્તના સિવાય બાકીના કરણને અયોગ્ય બનાવે તે નિઘ્ધત કરણ કહેવાય છે અને કેટલાક
Page 23 of 126
Page #24
--------------------------------------------------------------------------
________________
પુદ્ગલોને સઘળાય કરણને અયોગ્ય બનાવે એટલે તે પુદ્ગલોમાં કોઇ કરણ લાગુ પડે જ નહિ. જેવા બાંધ્યા હોય તેવા અવશ્ય ભોગવવા જ પડે એવા બનાવે છે જે નિકાચીત બનાવેલા કહેવાય છે.
આ નિકાચિત રૂપ જે પુદ્ગલો થાય છે તે શરૂઆતના પુદ્ગલો પણ એવા બની શકે થોડા કાળ
પછીના પણ બની શકે. મધ્ય સ્થિતિવાળા પણ બની શકે અથવા છેલ્લી સ્થિતિવાળા પણ નિકાચિત બની શકે છે. પણ જેટલી સ્થિતિ બાંધેલી હોય તે બધી જ સ્થિતિ અને બધોય રસ કોઇ કાળે નિકાચિત થતો નથી. જો બધી બંધાતી સ્થિતિ નિકાચિત થતી હોય તો કોઇ કાળે કોઇ જીવનો મોક્ષ થઇ શકે નહિ. જ્યારે જીવો તો કર્મનો ક્ષય કરતાં કરતાં મોક્ષે જાય છે. આથી બંધાતી સઘળી સ્થિતિ નિકાચિત થતી નથી.
જેમ તીર્થંકરના આત્માઓ ત્રીજા ભવે ઉત્કૃષ્ટ કોટીની આરાધના કરતાં કરતાં જિનનામ કર્મ નિકાચિત બાંધે છે તો તે બંધાતી સઘળી સ્થિતિ નિકાચિત કરે ? જ્ઞાની ભગવંતો ના કહે છે કારણ કે જે વખતે તે જીવો જિનનામ બાંધે છે તે અંતઃ કોટાકોટી સાગરોપમ જેટલી સ્થિતિ બાંધે છે. જો એ બધી સ્થિતિ નિકાચીત કરે તો ત્રીજા ભવે મુક્તિમાં જઇ શકે નહિ. કારણ કે પોતાનું ભોગવાતું આયુષ્ય વધારેમાં વધારે પૂર્વ ક્રોડ વરસનું હોય છે. અહીંથી કાળ કરી બીજો ભવ વધારેમાં વધારે તેત્રીશ સાગરોપમ જેટલા આયુષ્યવાળો હોય છે અને છેલ્લો ત્રીજો ભવ વધારેમાં વધારે ચોરાશી લાખ પૂર્વ વર્ષના આયુષ્યવાળો હોય છે તો આટલા કાળમાં અંતઃકોટાકોટી સાગરોપમની સ્થિતિ કાળ પૂર્ણ થઇ શકતો નથી માટે અધિક ભવો કરવા પડે. આથી નક્કી થાય છે કે બધી સ્થિતિ નિકાચીત કરતાં નથી. તો કેટલી સ્થિતિ નિકાચીત કરે ? જ્ઞાનીઓ કહે છે કે પોતાના છેલ્લા ભવમાં કેવલજ્ઞાન પામ્યા પછી જિનનામ કર્મનો ઉદય થાય તે ઉદય પોતાના આયુષ્ય જેટલા કાળ સુધી જે ભોગવાય તેટલી સ્થિતિ નિકાચિત રૂપે બાંધે છે. એટલે કે આ
ન્યૂન । એક લાખ પૂર્વ વરસ સુધીની નિકાચીત બાંધેલી હતી અને છેલ્લા તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર
અવસરપીણી કાળમાં પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાને ત્રીજા ભવે જિનનામની સ્થિતિ એક હજાર વર્ષ સ્વામી ભગવાને ત્રીજા ભવે ત્રીશ વરસની જિનનામની સ્થિતિ નિકાચીત બાંધેલી હતી એથી અધિક સ્થિતિ એ જીવો જે બાંધે છે તે બધી જ અનિકાચીત સ્થિતિ રૂપે બાંધે છે. આથી આ જિનનામ કર્મનો બંધ જે જીવો કરે તેના અંતર્મુહૂર્ત પછી તેનો પ્રદેશોદય એટલે બીજી પ્રકૃતિ રૂપે તે જિનનામ કર્મના દલિકો સંક્રમ પામી ભોગવાતા જાય છે એટલે તે પ્રદેશોદય ચાલુ થઇ જ જાય છે. યવન-જન્મ-દીક્ષા આદિ કલ્યાણકો વખતે ઇન્દ્ર મહારાજાનું સિંહાસન ચલાયમાન થાય છે તે જિનનામનાં પ્રદેશોદયથી થાય છે. આ પ્રદેશોદયના પ્રતાપે ચ્યવન પામે ત્યારથી ત્રણે લોકને પૂજ્ય બને છે. તેઓનું વચન ગ્રાહ્ય બને છે. સુભગ નામકર્મ આદિ ઉત્કૃષ્ટ રસવાળું ઉદયમાં આવે છે.
આ રીતે બાકીની પ્રકૃતિઓમાં એટલે કર્મમાં નિકાચીતપણું આ રીતે તીર્થંકર નામકર્મની જેમ થોડું સ્થિતિનું થાય એમ સમજવું. કોઇ પણ કાળે કોઇપણ જીવ બંધાતી બધી સ્થિતિને નિકાચીત કરી શકતો નથી એમ સમજવું.
જે નિકાચીત થયેલ હોય તે અવશ્ય એવા રસે જ ભોગવવું પડે છે અને જે અનિકાચીત બાંધેલ હોય તે બાંધેલા એવા રસે પણ ભોગવી શકે અને બીજી પ્રતિપક્ષી પ્રકૃતિ રૂપે તે રસ બનાવીને પણ ભોગવી શકે છે એમ સમજવું. અનિકાચીત કર્મો મોટે ભાગે પ્રતિપક્ષી બીજી પ્રકૃતિઓ રૂપે વિશેષ રીતે ભોગવાય છે. જેમ અત્યારે મનુષ્યગતિનો ઉદય ચાલે છે. સત્તામાં નરકગતિ કે દેવગતિ કે તિર્યંચના દલિકો આત્મ પ્રદેશો ઉપર રહેલા છે તેઓની સ્થિતિ પૂર્ણ થયેલ છે તેઓને ઉદયમાં આવવું છે તો તે મનુષ્યગતિ સિવાયની બાકીની ગતિના દલિકો મનુષ્યગતિ રૂપે બનાવી બનાવીને મનુષ્યગતિના ઉદય કાળ રૂપે થઇને
Page 24 of 126
Page #25
--------------------------------------------------------------------------
________________
નાશ પામી શકે છે. આ રીતે દરેક કર્મ પ્રવૃતિઓમાં જાણવું.
આ કર્મોની નિકાચીત-અનિકાચીતતા કઇ રીતે થાય અને ભોગવાય તે જણાવ્ય.
જ્ઞાની ભગવંતો કહે છે કે દુનિયાના જે જે પદાર્થો પ્રત્યે આસક્તિ- રાગાદિ પરિણામ જીવનો વિશેષ પેદા થતો જાય તે બંધાતા કર્મોમાં નિકાચિત સ્થિતિ બાંધવાનું કારણ (નિમિત્ત) બને છે. આથી સાવચેતી એ રાખવાની કે આત્મા સિવાયના પર પદાર્થો પ્રત્યે આસક્તિ કે રાગાદિ પરિણામ ન થઇ જાય એ રીતે જીવન જીવવું જોઇએ.
પ્રશસ્ત કષાયના ઉદય કાળમાં જીવ આત્માની વિશુદ્ધિ કરતો જાય છે પણ તેમાં જો કષાયથી સાવચેતી ન રાખે અને થોડો પણ અપ્રશસ્ત કષાય પેદા થઇ જાય અને તેમાં રાજીપો જીવને થાય તો તે થોડો. પણ અપ્રશસ્ત કષાય અશુભ પ્રકૃતિનાં રસની સંક્રમથી તીવ્રતા કરીને નિકાચીત રૂપે પણ કરી શકે છે અને તે જીવને અવશ્ય ભોગવવો પડે એવો બનાવી શકે છે. જેમ મલ્લિનાથ ભગવાન ત્રીજા ભવે અપ્રશસ્ત કષાયથી સ્ત્રીવેદ સંક્રમ રૂપે બનાવી સ્ત્રી તીર્થકર પણે ઉત્પન્ન થયા.
જેમ કે મલ્લિનાથ ભગવાને ત્રીજા ભવે પોતાના પાંચ મિત્રો સાથે સંયમનો સ્વીકાર કરેલ ત સંયમની. આરાધના સો સુંદર રીતે નિરતિચાર પણ કરતાં હતાં તેમાં ગુરૂ મહારાજ મલ્લિનાથ ભગવાનના જીવનમાં તપના વખાણ કરતાં નહોતા. અને બાકીના પાંચ જીવોનાં તપની પ્રશંસા સહજભાવે કરતાં હતાં તે જોઇને મલ્લિનાથ ભગવાનના આત્મામાં વિચાર આવ્યો કે ગુરૂ મહારાજ તેઓનાં વખાણ કરે છે તો હું એવી રીતે વિશેષ તપ કરું કે જેથી ગુરૂ મહારાજ મારા તપના વખાણ કરે ? આ વિચાર કરીને ભૂખ લાગી હોય પારણાનો દિવસ હોય તો પણ ગુરૂ મહારાજને કહે ભગવનું આજે મને ઠીક નથી માટે મને આ તપ કરવાની આજ્ઞા આપો. એમ અપ્રશસ્ત સંજ્વલન માયા કરતાં કરતાં અધિક તપ કરવા માંડ્યો તેમાં ગુરૂ મહારાજ તેઓની પ્રશંસા કરવા લાગ્યા તેમાં આનંદ પેદા થતો ગયો. આ અપ્રશસ્ત માયાથી બંધાતા પુરૂષ વેદનો રસ સત્તામાં રહેલા સ્ત્રીવેદના દલિકોનો રસ સંક્રમથી વધારી વધારીને એટલે બંધાતા પુરૂષ વેદનો રસ સંક્રમ દ્વારા સ્ત્રીવેદ રૂપે બનાવતા ગયા અને નિકાચીત રૂપે બનાવ્યો. ત્યાંથી કાળ કરી સર્વાર્થ સિધ્ધ નામના વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા ત્યાં પુરૂષ વેદનો ભોગવટો કરતાં હતાં તો પણ તેમાં સ્ત્રીવેદનું એકેય દલિક સંક્રમથી આવી શક્યું નહિ. અને સત્તામાં નિકાચીત રૂપે પડ્યું રહ્યું. તેત્રીશ સાગરોપમનો દેવનો ભવ પૂર્ણ થતાં મનુષ્ય આયુષ્યનો ઉદય થતાં સ્ત્રીવેદનો ઉદય ચાલુ થયો કે જેના પ્રતાપે
સ્ત્રી અવતાર તીર્થકરને પણ પ્રાપ્ત કરવો પડ્યો આ પુરૂષ વેદના રસનો સંક્રમ સ્ત્રીવેદનાં છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનકે રહીને કર્યો.
આના ઉપરથી એ વિચાર કરવાનો કે વિશુધ્ધ પરિણામ પેદા થયા પછી અપ્રશસ્ત કષાય ન થઇ જાય તેની સતત કાળજી રાખવી જોઇએ. નહીંતર તે જીવને પણ અપ્રશસ્ત કષાયથી બંધાતી શુભ પ્રકૃતિનો રસ અશુભ પ્રકૃતિમાં સંક્રમીત થઇને નિકાચીત પણ કરી શકે છે. માટે આની સતત કાળજી રાખવી જોઇએ. આ રીતે ઉપયોગપૂર્વક કરતાં જીવ અશુભ કર્મોની નિર્જરા કરીને મોક્ષમાર્ગમાં સુંદર રીતે પ્રસન્ન ચિત્તે આગળ વધી શકે છે.
આથી પુણ્યાનુબંધિ પુણ્ય બાંધવું હોય અને સકામ નિર્જરા સાધવી હોય તો શુભ ક્રિયા કરતાં કરતાં શુધ્ધ પરિણામ અવશ્ય રાખવો પડે અને તેમાં સ્થિરતા વધારવી પડે.
એક મિથ્યાદ્રષ્ટિ જીવ છે અને એક સમકિતી જીવ છે બન્ને જીવોને પંચેન્દ્રિયની હત્યા કરવાનો વખત આવે તો બન્ને જીવો પંચેન્દ્રિયની હત્યા તો કરવાના છે પણ બન્નેનાં પરિણામમાં ઘણો ક રહેલો હોય
Page 25 of 126
Page #26
--------------------------------------------------------------------------
________________
છે. જેમકે મિથ્યાદ્રષ્ટિ જીવ હત્યા કરવા માટે જે છરો ઉગામશે તે દયાના પરિણામ રહિત હશે અને સમકિતી જીવ છરો હાથમાં લેશે તો વિચાર કરશે કે આ આજીવિકા માટે મારે રાજાની કે શેઠની આજ્ઞા છે માટે કરવું પડ છે. એવો દિવસ ક્યારે આવે કે આ પંચેન્દ્રિયની હત્યા કરવાનું બંધ થઇ જાય. જો મારી શક્તિ આવે તો આ હત્યા હું કરું જ નહિ. પણ શું થાય કરવી પડે છે. એમ વિચાર કરીને છરો ઉપાડતાં તેના હાથે તે છરો જોરમાં ચાલે જ નહિ. આ રીતે મિથ્યાદ્રષ્ટિ જીવોનું હૈયું નિર્દય હોવાથી તેના પરિણામ તીવ્ર હોય છે. આથી કર્મ બંધ જોરદાર કરે અને સમકીતી જીવોનાં હૈયામાં દયાના પરિણામ રહેલા હોવાથી તેને કર્મબંધ અલ્પ થાય એટલે કે પંચેન્દ્રિયની હત્યા કરવા છતાંય બંધાતી અશુભ પ્રકૃતિઓનો રસ ઓછો પડે અને બંધાતી શુભ પ્રકૃતિઓનો રસ તીવ્ર બંધાય છે. એવી જ રીતે શુભ પરિણામ પૂર્વકની ક્રિયા અને શુધ્ધ પરિણામ પૂર્વકની ક્રિયામાં એવો જ ફેરાર સમજવો.
આથી જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે પરિણામની શુધ્ધતા હોય તો આશ્રવની ક્રિયા કરવા છતાંય તે સંવરની ક્રિયા રૂપે થઇ શકે છે અને પરિણામની શુધ્ધતા ન હોય અને તે લાવવાનું લક્ષ્ય પણ ન હોય તો સંવરની ક્રિયા પણ આશ્રવ રૂપે બની જાય છે. આ કારણોથી પરિણામ શુધ્ધ કરવા પ્રયત્ન કરવો જોઇએ. જેમ જીવ આત્મા સિવાયના પર પુદ્ગલોમાં આસક્તિ અને મમત્વ કરતો રહે તો ચોરાશીના ચક્કરમાં ફરવા માટેનું કર્મ બાંધતો રહે છે. તેનાથી અનંતા કાળ કે અસંખ્યાતા કાળ સુધી ભગવાનનું દર્શન પ્રાપ્ત ન થાય તેવું કર્મ બાંધતો જાય છે.
જીવ જ્ઞાનનાં ઉપયોગમાં જ્યાં સુધી બેઠેલો હોય ત્યાં સુધી કષાયનો ઉદય વિપાકોદયથી ચાલતો હોવા છતાં તેની બીલકુલ અનુભૂતિ થતી નથી અને જ્યારે જીવ જ્ઞાનના ઉપયોગમાંથી વ્યુત થાય કે તરત જ તેને કષાયના વિપાદોકયની અનુભૂતિ થાય છે.
શુધ્ધ પરિણામની જીવને જેમ જેમ તીવ્રતા પેદા થતી જાય તેમ તેમ અનુકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ રાગ અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ દ્વેષ જે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્મોથી પોષાતો જાય છે કે જે પરિણામને જ્ઞાની ભગવંતો ગ્રંથી કહે છે તે ગ્રંથીના પરિણામ પ્રત્યે ગુસ્સો વધતો જાય છે. આથી ગ્રંથી તોડવા અને ભેદવા માટે પણ કષાયની તીવ્રતાની ખાસ જરૂર છે.
લેશ્યાની બાબતમાં તિર્યંચ અને મનુષ્યોનાં જીવોને દ્રવ્ય લેશ્યા અને ભાવ લેશ્યા એક સાથે જ હોય છે. જ્યારે નારકી અને દેવના જીવોને દ્રવ્ય લેશ્યા સ્થિર હોય છે. ઉત્પન્ન થાય ત્યારથી કાળ ન કરે ત્યાં સુધી દ્રવ્ય લેશ્યા એક સરખી હોય જ્યારે ભાવ લેશ્યા એ જીવોને બદલાયા કરે છે. આથી નરકમાં જે જે નારકીમાં દ્રવ્ય લેશ્યા કહેલ હોય તે પ્રમાણે જાણવી અને ભાવ લેશ્યા દરેક નારકીમાં છએ લેશ્યામાંથી કોઇપણ હોઇ શકે છે. એ જ રીતે દેવોમાં જે લેશ્યા જણાવેલ છે તે દ્રવ્ય લેશ્યા અને ભાવથી દરેક દેવલોકમાં છ લેશ્યામાંથી કોઇપણ લેશ્યા હોઇ શકે છે. આથી સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોમાંથી કોઇપણ જીવ સમકીત પામતો હોય તો તેઓને ત્રણ શુભ એટલે તેજોલેશ્યા, પદ્મલેશ્યા કે શુક્લ લેશ્યામાંથી કોઇપણ લેશ્યા હોય છે. આ લેશ્યા એક અંતર્મુહૂત એટલે અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત સુધી એક સરખી રહેલી હોવા છતાં
તેમાં આઠ-આઠ સમયે પરિણામની તીવ્રતા મંદતા તીવ્રતરતા મંદતરતા બન્યા કરે છે.
આથી આઠ સમયથી અધિક એક સરખો પરિણામ જીવનો ટકતો નથી એમ કહેવાય છે, અને એટલે જ એક સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનમાં અસંખ્યાતા લોકાકાશના આકાશ પ્રદેશ પ્રમાણ રસબંધના અધ્યવસાયો પ્રાપ્ત થાય છે એમ કહેલ છે.
આ અધ્યવસાયો દરેક કર્મનાં બંધના ભિન્ન ભિન્ન એટલે જુદા જુદા જાણવા.
Page 26 of 126
Page #27
--------------------------------------------------------------------------
________________
એકેન્દ્રિય જીવોને મતિ અજ્ઞાન અને શ્રત અજ્ઞાન રૂપે અક્ષરનો અનંતમો ભાગ ખુલ્લો રહે છે. એટલો જ ક્ષયોપશમ ભાવ હોય છે. નિગોદના જીવો અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા શરીરમાં અનંતા. જીવો રૂપે એક સાથે રહે છે તે દરેક જીવો પોતાને મળેલા એ શરીરનું મમત્વ કરતાં કરતાં પોતાનો સંસાર અસંખ્યાતા ભવોનો-સંખ્યાતા ભવોનો કે અનંતા ભવોનો વધારતા જાય છે અને ત્યાં ર્યા જ કરે છે. આથી અનુકૂળ પદાર્થમાં મમત્વ પેદા કરવાના-વધારવાના અને તેમાં આનંદ માનવાના સંસ્કાર જીવ નિગોદના ભવોમાંથી લઇને આવેલો છે. ત્યાં અનુકૂળ સામગ્રી ઓછી હતી માટે ત્યાં અનુકૂળ પદાર્થોની આશામાં કાળ પસાર કરતો હતો અહીં વધારે સામગ્રી મળેલી છે. માટે મમત્વના સંસ્કાર વધારતો દ્રઢ કરે છે અને સંસાર વધારે છે.
આથી જ્યાં સુધી જીવ સમજણના ઘરમાં ન આવે ત્યાં સુધી આ મમત્વથી જ દુ:ખી થાઉં છું એ ખબર પડે નહિ.
એક જીવ અવ્યવહાર રાશીની સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને વ્યવહાર રાશીની સૂક્ષ્મ નિગોદમાં આવેલો હોય અને એક સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તપણું પ્રાપ્ત કરી મમત્વ બુદ્ધિ વધારી સૂક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થયેલો હોય તો બેમાંથી જલ્દી નીકળવાનો ચાન્સ જે અવ્યવહાર રાશીમાંથી આવેલો હોય તેને હોય છે. કારણ કે તે જીવોએ મમત્વ બુદ્ધિનો સંસ્કાર દ્રઢ કરેલો નથી માટે જલ્દી બહાર નીકળી શકે. જ્યારે સન્નીમાંથી ગયેલા જીવને મમત્વનો સંસ્કાર દ્રઢ બનેલો હોવાથી અનુબંધ જોરદાર બાંધીને ગયેલો છે આથી ત્યાંથી જલ્દી નીકળવું દુષ્કર થાય છે.
એવી જ રીતે કોઇ જીવ સૂક્ષ્મ નિગોદમાં એકેન્દ્રિયપણામાંથી ઉત્પન્ન થયો હોય અને કોઇ જીવ ચોદ પૂર્વનો અભ્યાસ કરી પ્રમાદને વશ થઇ પતન પામી સૂક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થાય તો તે વખતે બન્નેનું શ્રુતજ્ઞાન એક સરખું હોય છે. પણ તેમાંથી ચીદપૂર્વ ભણી નિગોદમાં ગયેલો હોય તો તે જલ્દી નીકળી શકતો નથી કારણ કે અજ્ઞાન વિશેષ હોય છે.
અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો એક વાર સમકીતની પ્રાપ્તિ કરે તે સમકીતના કાળથી નિકાચીત કર્મના ઉદય વગર પતન પામે નહિ. સમકીત પામતાં પહેલા વચમાં મિથ્યાત્વ મોહનીય કર્મ નિકાચિત રૂપે બંધાયેલું હોય અને જીવ સમકીત પામે અને તે બંધાયેલું નિકાચીત કર્મ ઉદયમાં આવે તો જ જીવ સમકીતથી પતના પામે છે. બાકી જીવો પતન પામી શકે નહિ.
જેમ શ્રવણ ભગવાન મહાવીર મહારાજાનો આત્મા નયસારના ભવમાં સમકીત પામ્યો તે સમકીત સાચવી રાખ્યું તો સમકીત સાથે ભરત મહારાજને ત્યાં મરિચિ રૂપે ઉત્પન્ન થયો. જુવાન વયમાં સંયમનો સ્વીકાર કરી અગ્યાર અંગ ભણ્યો. હજારો વર્ષો સંયમ સુંદર રીતે પાળ્યું. એકવાર ઉનાળાની ગરમી ના સહન થઇ આથી સર્વવિરતિના પરિણામ જતાં દેશવિરતિના પરિણામ આવ્યા અને ત્રિદંડી વેશમાં સમકીત ટકાવી રાખ્યું. અહીં હજી નિકાચીત મિથ્યાત્વનો ઉદય થયેલો નથી. જ્યારે ભરત મહારાજાએ ત્રિદંડીને પ્રદક્ષિણા આપતા અને વંદન કરતા કહ્યું કે હું તારા ત્રિદંડી વેશને નમસ્કાર કરતો નથી પણ તું આ અવસરપીણીમાં ચોવીશમાં વર્ધમાન નામે તીર્થંકર થવાનો છે તેને વંદન કરું છું એમ જણાવ્યું અને વંદના કરી ઘરે ગયા એટલે મરિચીને મિથ્યાત્વ મોહનીયનો ઉદય થતાં ત્યાં સમકીતથી પતન પામ્યા અને નીચગોત્ર કર્મ નિકાચીત રસે બાંધ્યું કે જે નીચ ગોત્રના દલિકો તે રસરૂપે છેલ્લા ભવમાં પણ ભોગવવા.
ડ્યા. પાછા વચમાં સમકીત પામ્યા અને સુંદર આરાધના કરવા લાગ્યા પાછા તે જ ભવમાં છેલ્લે ઉંમર થવાથી કોઇ સેવા કરનાર નથી માટે શિષ્યની ઇચ્છા થઇ. કપિલ રાજકુમાર તેમના જેવો જ મલતાં પહેલાં
Page 27 of 126
Page #28
--------------------------------------------------------------------------
________________
તો તેને સાધુપણામાં ધર્મ છે તેમ સમજાવ્યું પણ કપિલે કહ્યું કે જો ધર્મ સાધુપણામાં છે તો શું તમારામાં ધર્મ નથી ? આ સાંભળતા ફરીથી મિથ્યાત્વના પુદ્ગલોનો ઉદય થતાં અહીં પણ ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે એમ જણાવ્યું. આથી એક કોટાકોટી સાગરોપમ સંસાર વધાર્યો અને બાર બાર ભવ સુધી સમકીતના દર્શન ન થયા. તેમજ દેવગુરૂ અને ધર્મની સામગ્રી પણ ન મળી.
આત્મામાં હિત અને અહિતનો વિવેક પેદા થવા ન દે તે મોહનીય કર્મ કહેવાય છે. આને જ જ્ઞાની ભગવંતો અજ્ઞાન હે છે. માટે આત્માની વિવેક બુધ્ધિમાં મુંઝવણ પેદા કરાવે તે મોહનીય કર્મ કહેવાય છે. જેમ જેમ જીવ રાગની માત્રા વધારતો જાય છે તેમ તેમ જ્ઞાનાવરણીય કર્મ જોરદાર રસે બાંધતો જાય છે. જ્ઞાનીની દ્રષ્ટિથી સંસારની કોઇ પણ પ્રવૃત્તિ એટલે શરીર-ધન અને કુટુંબની પ્રવૃત્તિ જેમ રાગથી કરતો જાય તો તે જીવ અજ્ઞાનીમાં ખપે છે. અને દેવ, ગુરૂ, ધર્મની પ્રવૃત્તિ શરીર-ધન અને કુટુંબના રાગને ઘટાડવાના હેતુથી કરતો જાય તો જીવ ભલે કાંઇ ભણ્યા ન હોય અને ભણી પણ શકતો ન હોય તો પણ તે જીવ જ્ઞાનીમાં ખપે છે.
વિવેક દ્રષ્ટિ ન હોવાના કારણે જીવોને હિત અને અહિતની બુધ્ધિ પેદા થઇ શકતી નથી અને તે બુધ્ધિ પેદા ન થતાં તેની વિવેક બુધ્ધિ અજ્ઞાન રૂપે કામ કરે છે. આથી એ જીવો જ્ઞાનાવરણીય કર્મ જોરદાર બાંધે છે.
જીવને અજ્ઞાન દૂર કરવાની ઇચ્છા પેદા થતી નથી અને જ્ઞાન મેળવવાની ભાવના થતી નથી આથી જીવ જ્ઞાનાવરણીયનો રસ એવા પ્રકારે બાંધે છે કે તે જીવને પોતાના આત્માની સમજણ બુધ્ધિ પેદા થવા દેતો નથી. જો જીવ પુરૂષાર્થ કરીને સમજણના ઘરમાં દાખલ થાય અને વિવેક દ્રષ્ટિ પેદા કરવાનો પુરૂષાર્થ કરતો જાય તો જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ અને રસ ઓછો બાંધતો જાય. વિવેક દ્રષ્ટિ પેદા થયા સિવાય અને હિતાહિતની બુધ્ધિ પેદા કર્યા વગર જીવ અશુભ પ્રકૃતિઓનો તીવ્ર રસ બાંધે છે અને શુભ પ્રકૃતિઓનો મંદરસ બાંધી તેનો અકામ નિર્જરા દ્વારા નાશ કરે છે.
નિયમ છે કે જ્યારે જીવ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતો હોય ત્યારે બાકીના છ એ કર્મોની પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ નિયમા બાંધે છે. કારણ કે પરિણામની ક્લિષ્ટતા પેદા થયેલી છે. જ્યારે જ્ઞાનાવરણીય આદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ જીવ બાંધતો હોય તો મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય અથવા ન પણ બંધાય કારણ કે જ્ઞાનાવરણીય આદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ તેવા તેવા પ્રકારના પરિણામોથી બંધાય છે. માટે બાકીના કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ તે વખતે બંધાય નહિ. કારણ કે ત્રીશ કોટાકોટી જ્ઞાનાવરણીયની સ્થિતિ છે તેનાથી અધિક જે પ્રકૃતિઓની સ્થિતિ કહેલી છે તે ઉત્કૃષ્ટ સ્થિતિથી બંધાય નહિ. જેમ સોળ કષાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ચાલીશ કોટા કોટી સાગરોપમની છે અને મિથ્યાત્વ મોહનીયની સીત્તેર કોટાકોટી સાગરોપમની છે. જ્યારે ત્રીશ કોટાકોટી સાગરોપમથી ઓછી સ્થિતિ જે પ્રકૃતિઓની હોય તેની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકે છે. માટે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અથવા ન બાંધે એમ કહેવાય છે.
જ્ઞાની ભગવંતો કહે છે કે સ્થિતિ બંધ ગમે તેટલો પડે તો તેનાથી ગભરાવાનું નથી તે સ્થિતિને નાશ કરતાં જીવને વાર લાગતી નથી તે જલ્દી ખપાવી શકશે પણ તે સ્થિતિ બંધની સાથે રસબંધ જોરદાર ન થઇ જાય તેની સતત કાળજી રાખવાની છે. જો રસ જોરદાર બંધાઇ જાય તો તે જલ્દી નીકળી નહિ શકે.
માટે કહ્યું છે કે ક્ષપક શ્રેણિમાં ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓનો ક્ષય કરતાં કરતાં તે દરેક પ્રકૃતિઓનો જે રસ છેલ્લે વધતો હોય છે તે ક્રમસર બીજી પ્રકૃતિઓમાં નાંખતો જાય છે એ રીતે
Page 28 of 126
Page #29
--------------------------------------------------------------------------
________________
નાખતાં-નાખતાં સૌથી છેલ્લે રસ સંજ્વલન લોભમાં જે સૂક્ષ્મ રૂપે છે તેમાં પડે છે તે લોભની ચીકાસને કાઢવા માટે તે વખતે જીવ જે પુરૂષાર્થ કરે છે. તેમાં કહ્યું છે કે સ્વયંભૂ રમણ સમુદ્ર જે અસંખ્યાતા કોટાકોટી યોજનનો છે. એક યોજન એટલે બત્રીશો માઇલ ગણાય છે એવા એ સમુદ્રને કોઇ મનુષ્ય પોતાની શક્તિથી તરતા તરતા સામે કાંઠે પહોંચે તેમાં જે થાક લાગે એટલો થાક આ સંજ્વલન સૂક્ષ્મ લોભના રસને કાઢવામાં લાગે છે. કારણ કે જીવ સમયે સમયે તે સૂક્ષ્મ લોભના રસના અનંતા અનંતા ટૂકડા કરે છે તેમાંનો એક ટૂકડો રાખી અનંતાનો નાશ કરે એ એક ટૂકડાના અનંતા ટૂકડા કરે તેમાંથી એક ટૂકડો રાખી અનંતાનો નાશ કરે આ રીતે હજારોવાર કરતો જાય ત્યારે સૂક્ષ્મ લોભનો દરેક આત્મપ્રદેશો પરથી નાશ થાય. આ પરિશ્રમથી શ્રમિત થયેલો આત્મા હોય છે માટે દશમાથી બારમા ગુણસ્થાનકમા જીવ પ્રવેશ કરે ત્યારે ત્યાં એને વિશ્રાંતિ જેવું જણાય. માટે રસ બંધ જોરદાર ન થઇ જાય તેની કાળજી રાખવી જોઇએ.
જે જીવોએ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે રહીને નરકનું આયુષ્ય બાંધેલ હોય અને પછી એ જીવો ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ કરે તે સમકીતના કાળમાં પુરૂષાર્થ કરીને ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરે તો તે ક્ષાયિક સમકીત લઇને જીવ ત્રીજી નારકીથી આગળની નારકીમાં જઇ શકતો નથી. ત્રીજી નારકીમાં પણ જઘન્ય ત્રણ સાગરોપમનું આયુષ્ય વત્તા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા અધિક આયુષ્યમાં જાય પણ એથી અધિક આયુષ્યમાં જતાં નથી.
કૃષ્ણ મહારાજાના જીવે મિથ્યાત્વ ગુણસ્થાનકમાં રહીને સાતમી નારકીનું આયુષ્ય બાંધેલું હતું. પછી નેમનાથ ભગવાન મલતાં તેમના અઢાર હજાર સાધુ ભગવંતોને ભાવથી વંદન કરતાં ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરી અને ચાર નારકીનું આયુષ્ય ઓછું કર્યું. અહીં એ વિચારવા યોગ્ય છે કે જ્યારે વંદન કરી ચાર નારકી નિવારી તો તેમાં સાતમી નારકીનું આયુષ્ય બંધાયેલું તેમાં ત્રણ નારકી નિકાચીત કરેલ અને ચાર નારકી અનિકાચીત કરેલ હતી કે જેથી તેની સ્થિતિ અને રસ ઘટાડીને ત્રણ નારકીનું જઘન્ય આયુષ્ય વત્તા પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ અધિક આયુષ્ય ભોગવવા લાયક રહ્યું. જ્યારે નેમનાથ ભગવાને કૃષ્ણને કહ્યું કે તેં ચાર નારકોના દુઃખોનો નાશ કર્યો તે સાંભળીને કૃષ્ણ કહે છે કે હે ભગવાન્ હું ફરી ફરીને સાધુને વંદના કરું ! જો મારી નારકી તૂટી જતી હોય તો ? ત્યારે ભગવાને કહ્યું કે કૃષ્ણ હવે એ તૂટે નહિ એવા ભાવ હવે ફરીથી આ ભવમાં આવવાના નથી. આથી માની શકાય કે તે ત્રણ નારકીનું નિકાચીત બાંધેલું હતું.
આથી જીવ અપવર્તના કોઇપણ કર્મની કરી શકે તે તે કર્મની સ્થિતિ અને રસની અપવર્તના કરી શકે છે. પણ પ્રકૃતિ અને પ્રદેશ બંધની અપવર્તના થતી નથી.
આ ઉપરથી જ્ઞાની ભગવંતો જણાવે છે કે પાંચમા આરામાં જે દેવ, ગુરૂ અને ધર્મની સામગ્રી મળેલી છે તે જૈન શાસનની કિંમત કટલી છે ? એ જો ખબર પડી જાય તો સુખનો રાગ ઘટાડવામાં વાર લાગે નહિ કહ્યું છે કે કોઇ જીવે આ ભવમાં અત્યારે બીજી નારકીનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમનું અનિકાચીત રૂપે બાંધ્યું હોય અને પાછળથી શુધ્ધ પરિણામ પેદા કરીને ચિત્તની પ્રસન્નતા અને એકાગ્રતાપૂર્વક દેવ, ગુરૂ અને ધર્મની આરાધના કરે તો તે આરાધનાથી તે બાંધેલું આયુષ્ય ઓછુ કરીને પહેલી નારકીનું જઘન્ય દશ હજાર વરસનું આયુષ્ય કરી શકે છે. એવી જ રીતે કોઇ જીવે ક્રૂર અને ઘાતકી પરિણામવાળા તિર્યંચનું એટલે સિંહ-વાઘ-આદિનું આયુષ્ય બાંધેલું હોય અને તે પૂર્વક્રોડ વરસનું આયુષ્ય બંધાયેલું હોય અને પાછળથી શુધ્ધ પરિણામ પેદા કરીને ચિત્તની પ્રસન્નતા પૂર્વક એકાગ્ર ચિત્તે આરાધના કરે તો તે પૂર્વક્રોડ વરસનું અનિકાચીત બંધાયેલ આયુષ્ય ઓછું કરીને એક અંતર્મુહૂર્તનું કરી શકે છે. એટલે અહીંથી
Page 29 of 126
Page #30
--------------------------------------------------------------------------
________________
તિર્યંચમાં જાય અને ત્યાં એક અંતર્મુહૂર્ત રહી પાછો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી શકે છે. આનો અર્થ એ થાય છે કે પૂર્વક્રોડ વરસ સુધી તિર્યંચપણામાં એ જીવ રહીને ક્રૂર અને ઘાતકી પરિણામોથી અશુભ કર્મો તીવ્રરસે ચીકણા બાંધીને પોતાની ભવની પરંપરા વધારવાનો હતો અને સંસારમાં રખડપટ્ટી કરવાનો હતો તે માત્ર આ ભવમાં શુધ્ધ પરિણામ પેદા કરી એકાગ્રચિત્ત અને પ્રસન્નતાની સ્થિરતા પેદા કરી દેવ, ગુરૂ અને ધર્મની આરાધના કરતાં કરતાં તે સઘળાંય ચીકણાં કર્મો ન બંધાય અને ભવની પરંપરા ન વધે અને રખડપટ્ટી ન કરવી પડે એ રીતે તે આયુષ્ય ઓછું કરી શકે છે.
વિચારો ધર્મની કિંમત કેટલી છે ? થોડા કાળમાં જીવને પ્રત્યક્ષ ફ્ળ જ્ઞાની ભગવંતોએ કેટલું કહેલું છે ? કેટલા બધા દુઃખોનો નાશ કરવા સમર્થ છે ? આ રીતે કિંમત સમજીને શુધ્ધ પરિણામ પેદા કરવાનો પુરૂષાર્થ કરવો જ જોઇએ.
એવી જ રીતે કોઇ જીવે શુભ પરિણામ પેદા કરીને મનુષ્યનું મહાવિદેહ ક્ષેત્રનું પૂર્વક્રોડ વરસનું અનિકાચીત આયુષ્ય બાંધ્યું હોય અને પાછળથી જીવ અશુભ પરિણામવાળો બનીને ક્રૂર અને ઘાતકી પરિણામવાળો થાય તો તે મનુષ્યનું આયુષ્ય ઓછું કરીને એક અંતર્મુહૂર્તનું કરી શકે છે. પછી અહીંથી મરણ પામી ત્યાં ઉત્પન્ન થઇ એક અંતર્મુહૂર્તમાં દુર્ગતિનું આયુષ્ય બાંધી દુર્ગતિમાં ભટકવા માટે ચાલ્યો જાય છે. આવું પણ આ કાળમાં બની શકે છે.
એવો જ રીતે આ કાળમાં સારા પરિણામથી વૈમાનિક દેવલોકનું ચોથા દેવલોક સુધી આયુષ્ય બાંધી શકે છે. એ આયુષ્ય બાંધ્યા પછી પાછળથી અશુભ પરિણામ પેદા થઇ જાય. અને એકાગ્રતાવાળા પરિણામથી પાપ કર્યા કરે તો વૈમાનિકના ચોથા દેવલોકનું બાંધેલું આયુષ્ય ઓછું થતાં થતાં પહેલા દેવલોકનું જઘન્ય આયુષ્ય પણ કરી શકે છે. આ કારણથી જ્ઞાની ભગવંતો કહે છે કે સમયે સમયે ચેતતા રહેવું જોઇએ. અને આત્માનું કામ સાધી લેવું જોઇએ.
પરિણામની ધારા સંકલિષ્ટ ન થઇ જાય તેની સતત કાળજી રાખવાની છે અને અત્યારથી શરીરને કષ્ટ આપીને સહન કરવાની ટેવ પાડી હશે તો મરતી વખતે જે વેદના આવશે તેમાં સમાધિ રાખી શકાશે. આ સહન શક્તિનો અભ્યાસ પાડવા માટે જ્ઞાની ભગવંતોએ બાહ્ય છ પ્રકારના તપની આચરણા કહેલી છે. જ્ઞાની ભગવંતો કહે છે કે આયુષ્ય બંધની શરૂઆત કરે એટલે એક અંતર્મુહૂર્ત સુધી જીવને તે જ આયુષ્ય બંધાય છે અને તેની સાથે મોટે ભાગે તેજ ગતિ બંધાતી હોય છે પણ કેટલાક જીવોને આયુષ્ય બંધ વખતે કલીષ્ટ પરિણામ વચમાં પેદા થઇ જાય તો બીજી ગતિનો બંધ વિપાકોદયથી ભોગવવા લાયક બંધાય છે. જેમ કે કોઇ જીવ મનુષ્ય આયુષ્યનો બંધ કરતો હોય તેની સાથે મનુષ્યગતિનો બંધ કરી રહ્યો છે તેમાં પરિણામની કલીષ્ટતા પેદા થઇ જાય તો મનુષ્ય આયુષ્ય જ બંધાય પણ તેની સાથે તિર્યંચ ગતિ તે મનુષ્યના ઉદયકાળમાં ભોગવવા લાયક બાંધતો જાય, અને તે બાંધેલી તિર્યંચગતિ એ જ મનુષ્ય આયુષ્યના ઉદયકાળમાં અવશ્ય ભોગવવી જ પડે.
જેમ કે ચંદરાજાનો જીવ કૂકડો બન્યો અને તે કૂકડા રૂપે તિર્યંચગતિ અઢાર વર્ષ સુધી ભોગવવી પડી તો તે જીવે પૂર્વ ભવમાં મનુષ્ય આયુષ્યના બંધ કાળમાં તિર્યંચગતિ અઢાર વર્ષ સુધી ભોગવવા લાયક બાંધેલી માટે અવશ્ય ભોગવવી પડી. પછી મનુષ્ય ગતિનો ઉદય શરૂ થયો છે. એટલે તે ચંદરાજાના જીવને કૂકડા રૂપે તિર્યંચગતિ ઉદયમાં છે અને મનુષ્ય આયુષ્ય ઉદયમાં છે. એવી જ રીતે જંબૂવામીજીના ચરિત્રમાં વાત આવે છે કે જંગલમાં રહેલા ઝાડ ઉપર કૂદાકૂદ કરતાં વાંદરાનું યુગલ પોતાનું જીવન પસાર કરે છે તેમાં રતાં ફરતાં કોઇ એવી ભૂમિ તરફ આવ્યા કે યુગલમાંથી સ્ત્રીનો જીવ ઝાડ ઉપરથી નીચે પથ્થર ઉપર પડી
Page 30 of 126
Page #31
--------------------------------------------------------------------------
________________
તો તે મનુષ્ય રૂપે સ્ત્રી બની ગઇ અને સુંદર રૂપ પેદા થય. આ જોઇને વાંદરો પણ તે પથ્થર ઉપર પડ્યો અને તે મનુષ્ય થયો પણ તે મનુષ્યગતિ પ્રાપ્ત થતાં તેને વિચાર આવ્યો કે મારે મનુષ્યપણું નથી જોઇતું, દેવગતિ જોઇએ છે. તો પોતાની પત્નીએ ના પાડી કે જે આપણને મળ્યું છે તેમાં સંતોષ માનો અધિક લોભ કરવા જેવો નથી. પણ તે મનુષ્યે માન્યું નહિ અને ઝાડ ઉપર ચઢીને ફરીથી તે પથ્થર ઉપર પડતું મુક્યું. તો પહેલાની જેમ વાનર થઇ ગયો. પછી વારંવાર પડતું મૂકે છે પણ તે વાનર ગતિમાંથી બીજી ગતિ થતી નથી અને ઘણો પસ્તાય છે. આમાં પદાર્થની દ્રષ્ટિથી એ રીતે વિચારણા કરી શકાય કે જે વાનરનો જીવ છે તેને પૂર્વ ભવે તિર્યંચ આયુષ્યનો બંધ કરતાં કરતાં વચમાં સારા પરિણામ પેદા કરીને મનુષ્યગતિ બાંધેલી તેથી તે મનુષ્ય થયો પણ તે થોડા કાળની જ બાંધેલી હતી. માટે ીથી પડતું મૂકતા તિર્યંચ બની ગયો. જ્યારે તે વાનરની સ્ત્રીએ પૂર્વ ભવમાં તિર્યંચાયુષ્ય બાંધતા બાંધતા વચમાં સારા પરિણામ પેદા કરીને મનુષ્યગતિનો બંધ લાંબા કાળ સુધીનો કરેલો તેથી તે મનુષ્ય રૂપે રહી આ મનુષ્યગતિનો ઉદય ભોગવતાં તેને તિર્યંચ આયુષ્યનો જ ઉદય ચાલે છે.
આથી જે જીવોને ચંચળ પરિણામ ખૂબ રહેતા હોય અને પરિણામની સ્થિરતા રહી શકતી ન હોય તો તેવા જીવોએ પુરૂષાર્થ કરીને ચચળ પરિણામને દૂર કરવા જોઇએ અને સ્થિર પરિણામ કઇ રીતે રહી શકે તેનો પુરૂષાર્થ કરવો જોઇએ કે જેથી શુભ અનુષ્ઠાનોની ક્રિયાઓમાં એકાગ્રતા પ્રાપ્ત કરી શકે અને તો જ જીવો એવા પરિણામમાં વારંવાર એકાગ્ર અને સ્થિરતાપૂર્વક રહેવાનો અભ્યાસ કરતાં પોતાનું જીવન સુધારી શકે છે અટલે કે આત્મામાં રહેલા દુર્ગુણોને ઓળખીને દૂર કરવાનો પ્રયત્ન કરી શકે છે.
આ કારણથી જ્ઞાની ભગવંતો કહે છે કે પુણ્યથી મળતી અનુકૂળ સામગ્રી એ આત્માને દુઃખી કરનાર સામગ્રીઓ છે માટે તે દુઃખરૂપ છે. દુઃખનું ફ્ળ આપનારી છે અને દુઃખની જ પરંપરા સર્જનારી એટલે દુઃખાનુબંધિ છે. તે સામગ્રીઓને એટલે તે અનુકૂળ પદાર્થોને પોતાના માનીને વિશેષ પાપની આચરણા કરવી તે જીવનું પોતાનું અજ્ઞાન છે. એવી માન્યતા અંતરમાં પેદા ન થાય અને શ્રી જિનેશ્વર પરમાત્માની સુંદરમાં સુંદર રીતે ભક્તિ કરે-સાધુ મહારાજાઓની સેવા કરે અને ધર્મની પ્રવૃત્તિઓ સારી રીતે કરે તથા જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ભાવ સારો લઇને આવ્યો હોય અને સુંદર જ્ઞાન ભણે તે જ્ઞાનની વિચારણાઓ કરે તેમાં વિશેષ ટાઇમ પસાર કરે તો પણ તે જીવોનું અજ્ઞાન દૂર થતું નથી અને પોતાના દોષોને દૂર કરીને કોઇ પણ ગુણની પ્રાપ્તિ કરી શકતા નથી. વ્યવહારમાં ગુણોનું પાલન દેખાય વેપાર ધંધામાં નિતીનું પાલન કરતાં હોય, સત્ય બોલતા હોય, પણ પોતાના આત્માની દયાનો પરિણામ તે જીવોને પેદા થવા દે નહિ. આથી બીજા જીવોની પણ તે જીવોને દયા આવે નહિ. કારણ કે અનુકૂળ સામગ્રી પ્રત્યે મારાપણાની બુધ્ધિ સ્થિર રૂપે રહેલી છે. આથી તેઓનાં ગુણો ગણાભાસ રૂપે થતાં તે ગુણોનું પાલન પણ દોષોને વધારનારૂં થાય છે. પણ દોષોની ઓળખાણ કરાવી તેનો નાશ કરવામાં તે ગુણ ઉપયોગી થતાં નથી. પહેલા ગુણસ્થાનકના । પરિણામમાં રહેલો જીવ સાતે કર્મની જઘન્ય સ્થિતિ બાંધે તો અંતઃ કોટાકોટી સાગરોપમની બાંધી શકે છે. પણ એથી ઓછી બાંધી શકતો નથી.પણ તે અંતઃ કોટાકોટી સાગરોપમની સ્થિતિ બેથી આઠ ગુણસ્થાનકવાળા જીવોની અપેક્ષાએ સૌથી વધારે સ્થિતિ ગણાય છે.
પહેલા ગુણસ્થાનકમાં રહેલા જીવો જેમ નિયાણું કરી શકે છે તેવી રીતે ચારથી છ ગુણસ્થાનકમાં રહેલા જીવો પણ અપ્રશસ્ત કષાયના ઉદયને કારણે તેને આધીન થતાં નિયાણું કરી શકે છે. તે નિયાણું કરનારા જીવોને જો તેનો તપ અને સંયમ બરાબર નિરતિચારપણે હોય તો માગ્યા પ્રમાણે સુખ સંપત્તિ મળી શકે છે. પણ તે સામગ્રી પ્રાપ્ત કરી તે જીવો નિયમા દુર્ગતિમાં જાય છે. એટલે મોટે ભાગે નરકમાં જવાવાળા
Page 31 of 126
Page #32
--------------------------------------------------------------------------
________________
હોય છે. માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે જે જીવો ચક્રવર્તીપણાનું નિયાણું કરીને ચક્રવર્તિપણાને પ્રાપ્ત કરે તે મરીને નિયમા નરકમાં જાય છે અને નિયાણું કર્યા વગર જે જીવો ચક્રવર્તિપણાને પ્રાપ્ત કરે તે છેલ્લે સંયમનો. સ્વીકાર કરીને દેવલોકમાં જાય અથવા મોક્ષે જાય છે. એવી જ રીતે જે વાસુદેવ અને પ્રતિ વાસુદેવપણાને પ્રાપ્ત કરે છે તેણે પૂર્વભવમાં નિયાણું કરેલું હોય છે માટે પ્રાપ્ત થાય છે, અને એ જીવો નિયમા નરકે જ જાય
આ અવસરપીણીમાં બાર ચક્રવર્તિઓ જે થયા છે તેમાં સુભમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તિ બન્ને નિયાણું કરીને ચક્રવર્તી થયેલા હતા. તેથી તેઓ મરીને સાતમી નારકીએ ગયેલા છે
મનુષ્ય અને તિર્યંચો નિરતિચાર સમકીતની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો નિયમા વૈમાનિક દેવલોકનું આયુષ્ય બાંધે છે અને જો તે જીવો સાતિચાર સમકીતની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો ભવનપતિનું કે વ્યંતર જાતિનું આયુષ્ય બાંધી શકે છે. કારણ કે ભગવતી સૂત્રમાં કહેલું છે કે સાતિચાર સમકતો જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમા ભવનપતિ અને વ્યંતરનું બાંધે એમ જણાવેલ છે.
કુમારપાલ મહારાજાએ સમઝીત પામતા પહેલા વ્યંતરનું આયુષ્ય પહેલા ગુણસ્થાનકે બાંધેલું હોય અથવા સમકીતની હાજરીમાં જો આયુષ્ય બાંધેલું હોય તો સાતિચાર સમકીતની હાજરીમાં આયુષ્ય બાંધેલું હોય એમ લાગે છે. કારણ કે તે વ્યંતર જાતિમાં ગયેલા છે માટે એમ કહી શકાય.
જે જીવોનો શુભ પરિણામનો ઢાળ વિશેષ હોય તે બંધાતી શુભ પ્રકૃતિઓનો રસ તીવ્ર બાંધે છે. અને તે વખતે બંધાતી અશુભ પ્રકૃતિઓનો રસ મંદ બાંધે છે તેવી રીતે અશુભ પ્રકૃતિ એટલે અશુભ પરિણામનો ઢાળ વિશેષ હોય તો તે જીવો બંધાતી અશુભ પ્રકૃતિઓનો રસ તીવ્ર બાંધે છે અને તે વખતે બંધાતી શુભ પ્રકૃતિઓનો રસ મંદ બાંધે છે. સ્થિતિ ગમે તે બંધાય તીવ્ર એટલે નિકાચીત રૂપે બાંધે એવો નિયમ નથી.
- જ્ઞાનાવરણીયની પાંચે પ્રકૃતિઓ ધ્રુવબંધી રૂપે બંધાતી હોવાથી તે પાંચે પ્રકૃતિઓનો બંધ એક સાથે સતત દશમાં ગુણસ્થાનક સુધી હોય છે. આ પાંચે પ્રકૃતિઓનો રસ સદા માટે સર્વઘાતી રસ રૂપે બંધાય છે એટલે કે શાસ્ત્રોમાં જેટલી સર્વઘાતી કે દેશઘાતી પ્રકૃતિઓ કહેલી છે તે સઘળી ઘાતી પ્રકૃતિઓનો રસ દરેક જીવો સર્વઘાતી રસ રૂપે જ બાંધે છે. તેમાંથી જીવ પોતાના અધ્યવસાયથી, જે સર્વઘાતી પ્રકૃતિઓ હોય છે તેનો રસ સર્વઘાતી રસ રૂપે જ ઉદયમાં લાવે છે. સર્વઘાતી એટલે જે પ્રકૃતિઓનાં રસના ઉદયકાળમાં આત્માનાં સર્વ ગુણોનો ઘાત કરે એટલે કે તે ગુણ દેશથી પણ પેદા થવા ન દે તે સર્વઘાતી પ્રકૃતિઓ કહેવાય છે અને જે દેશઘાતી પ્રકૃતિઓ હોય છે કે જે પ્રકૃતિનાં ઉદય વખતે જીવોને સંપૂર્ણ ગુણોની પ્રાપ્તિ થવા ન દે પણ દેશથી થોડા થોડા ગુણોની પ્રાપ્તિ થવા દે તે દેશઘાતી પ્રકૃતિઓ કહેવાય છે. તે દેશઘાતી પ્રકૃતિઓનો રસ સર્વઘાતી રસ રૂપે જીવો બાંધે છે અને તે ઉદયમાં આવતાં જીવ પોતાના અધ્યવસાયના પુરૂષાર્થથી. દેશઘાતી રૂપ કરીને ઉદયમાં લાવે છે. એ દેશઘાતી પ્રકૃતિઓનો રસ બે પ્રકારનો હોય છે. (૧) દેશઘાતી અધિક રસવાળા પુદગલો અને (૨) દેશઘાતી અભ્યરસવાળા પુદ્ગલો. જ્યારે જીવોને દેશઘાતી અધિક રસવાળા પુલોનો ઉદય ચાલતો હોય ત્યારે જીવોને તે તે પ્રકૃતિઓનો ઉદયભાવ ચાલતો હોય છે અને
જ્યારે જીવોને દેશઘાતી અલ્પ રસવાળા પુદગલોનો ઉદય ચાલતો હોય ત્યારે જીવોને તે તે પ્રકૃતિઓનો ક્ષયોપશમ ભાવ પેદા થતો જાય છે. આ કારણથી જ્ઞાનાવરણીય પાંચ પ્રકૃતિઓમાં એક કેવલજ્ઞાનાવરણીય પ્રકૃતિ સર્વઘાતી રસવાળી ઉદયમાં હોય છે. જેના કારણે તે બધા પુગલો નાશ પામે ત્યારે જીવને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય તે પહેલા સર્વઘાતી રસના ઉદયકાળમાં કેવલજ્ઞાનનો ઉદય ભાવ હોય છે.
જ્યારે મતિજ્ઞાનાવરણીય-શ્રુતજ્ઞાનાવરણીય-અવધિજ્ઞાનાવરણીય અને મન:પર્યવજ્ઞાનાવરણીય
Page 32 of 126
Page #33
--------------------------------------------------------------------------
________________
આ ચાર પ્રકૃતિઓ દેશઘાતી રસવાળી હોય છે. એટલે આ પ્રવૃતિઓ દેશઘાતી ગણાય છે. આ કારણથી જીવોને જ્યારે મતિજ્ઞાનાવરણીય અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મનાં દેશઘાતીનાં અધિક રસના પુદ્ગલો ઉદયમાં હોય છે ત્યારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમભાવ જીવોને પેદા થવા દેતો નથી પણ તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો ઉદયભાવ પેદા થાય છે. એ કાળમાં જીવો જ્ઞાન ભણે તો જ્ઞાન આવડતું નથી. ભણેલું યાદ પણ રહેતું નથી અને થોડા કાળ પછી ભૂલી જવાય છે. જ્યારે દેશઘાતી અભરસવાળા, પગલોનો ઉદય જીવોને ચાલતો હોય ત્યારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ક્ષયોપશમ ભાવે જીવોને પેદા થઇ શકે છે. ભણેલું યાદ રહે છે નવું નવું ભણવાનું મન પણ થાય છે. અને તેનાથી જ્ઞાન ક્ષયોપશમ ભાવે વધે છે.
અત્યારે આ કાળમાં જીવો પુરૂષાર્થ કરે તો અવધિજ્ઞાન પેદા થઇ શકે છે. પણ મન:પર્યવજ્ઞાન પેદા થતું નથી. અવધિજ્ઞાનાવરણીયનો હાલ જીવોને દેશઘાતીના અધિક રસવાળા પગલોનો ઉદય ભાવ ચાલે છે માટે અવધિજ્ઞાન પેદા થતું નથી. પણ જીવ પુરૂષાર્થ કરીને અવધિજ્ઞાનાવરણોયના દેશઘાતી પુદ્ગલોનો અલ્પરસ કરીને ઉદયમાં લાવે તો અવધિજ્ઞાન પ્રાપ્ત થઇ શકે છે. જ્યારે આ પાંચમા આરામાં જન્મેલા જીવોને તથાસ્વભાવથી મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મના દેશઘાતી અધિક રસવાળા પૂગલો ઉદયમાં રહેલા હોય છે તે પુરૂષાર્થ કરવા છતાં પણ અત્યરસવાળા પુદ્ગલો થઇ શકે એમ ન હોવાથી જીવોને મન:પર્યવજ્ઞાન ઉદય ભાવે રહેલું હોય છે પણ તે મન:પર્યવજ્ઞાન ક્ષયોપશમ ભાવે પેદા થઇ શકતું નથી.
જ્યારે કેવલજ્ઞાનાવરણીય પ્રકૃતિનો રસ સર્વઘાતી રસ રૂપે ઉદયમાં રહેલો હોવાથી તેનો રસ ઉદયમાંથી સંપૂર્ણ નાશ પામે ત્યારે જ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય બાકી નહિ. આથી જીવોને કેવલજ્ઞાનાવરણીય ઉદયભાવ રૂપે ગણાય છે.
જ્ઞાનાવરણીયની આ પાંચ પ્રકૃતિઓ સતત એકથી બારમાં ગુણસ્થાનક સુધી ઉદયમાં રહેલી હોય છે. આથી ધ્રુવોદયી પ્રકૃતિઓ કહેવાય છે. આ પાંચમાં જે પહેલી ચાર પ્રકૃતિઓ દેશઘાતી રસે ઉદયમાં રહેતી હોવાથી જ્યારે અત્યરસવાળા દલિકા (પુગલો) ઉધ્યમાં આવે ત્યારે ક્ષયોપશમ ભાવે તે તે જ્ઞાન પેદા કરાવવામાં સહાયભૂત થાય છે. આથી જ્ઞાની ભગવંતોએ આ ચાર પ્રકૃતિઓને ઉદયાનુવિધ્ધ ક્ષયોપશમ ભાવે ઉદયમાં હોય છે એમ જણાવેલ છે.
આથી નિશ્ચિત થાય છે કે જીવોને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પેદા કરવું હોય તો તે જ્ઞાનનો પુરૂષાર્થ કરતાં કરતાં અધિક રસવાળા પુદ્ગલોને અભરસંવાળા બનાવતો જાય અને અત્યરસવાળા પુગલોને ઉદયમાં ચાલુ રાખતો જાય તો જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ જીવોને પેદા થાય અને તે પેદા થયેલું જ્ઞાન ટકી શકે અને સ્થિરતાને પામે આથી દેશઘાતી અધિક રસવાળા પુગલોનો ઉપશમ કરવો પડે. એમાં જો એ અધિકરસવાળા પુદ્ગલો ઉદયમાં આવી જાય તો ભણેલું જ્ઞાન તે વખતે યાદ આવતું નથી અને તે ભણેલું જ્ઞાન પછી ભૂલાઇ જવાય છે. આથી જ્યારે કોઇ વ્યક્તિનું નામ આપણને પૂછે તો તરત જ યાદ આવતું નથી તો તે વખતે અધિકરસવાળા પુદ્ગલોનો ઉદય ચાલે છે માટે યાદ આવતું નથી. અને થોડાક ટાઇમ પછી એ વ્યક્તિ હાજર ન હોય છતાં યાદ કરતાંની સાથે તેનું નામ યાદ આવી જાય છે તો તે વખતે અલ્પ રસવાળા પુગલોનો ઉદય ચાલે છે એમ સમજવું. આ રીતે આખા દિવસમાં જ્યારે જ્યારે જે પદાર્થો માટે આવું બનતું હોય તેમાં જ્ઞાનાવરણીય એટલે મતિજ્ઞાનાવરણીય અને શ્રુતજ્ઞાનાવરણીયમાં ઉદય અને ક્ષયોપશમ ભાવ રૂપે આ રીતે જ સમજવું એમ જ્ઞાનીઓ કહે છે.
જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓ દર્શનાવરણીયની નવ પ્રકૃતિઓ, મોહનીયની છવ્વીશ પ્રકૃતિઓ અને અંતરાયની પાંચ પ્રકૃતિઓ એમ બંધાતી પીસ્તાલીશ પ્રકૃતિઓ ઘાતી પ્રકૃતિઓ કહેવાય છે. તે દરેકનો
Page 33 of 126
Page #34
--------------------------------------------------------------------------
________________
રસ જીવ સર્વઘાતી રસે જ બાંધે છે. જ્યારે ઉદયમાં આવતી જ્ઞાનાવરણીયની ચાર પ્રકૃતિઓ, દર્શનાવરણીયની ત્રણ પ્રકૃતિઓ, મોહનીયની તેર પ્રકૃતિઓ અથવા પંદર પ્રકૃતિઓ અને અંતરાયની પાંચ પ્રકૃતિઓ એમ પચ્ચીશ અથવા સત્તાવીશ પ્રકૃતિઓ દેશઘાતી રસે જ ઉદયમાં આવે છે અને બાકીની જ્ઞાનાવરણીયની એક પ્રકૃતિ દર્શનાવરણીયની છ પ્રકૃતિઓ અને મોહનીયની તેર પ્રકૃતિઓ એમ ૨૦ (વીશ) પ્રકૃતિઓ જીવોને સર્વઘાતી રસે ઉદયમાં હોય છે.
જ્ઞાની ભગવંતો કહે છે કે એકનું એક સૂત્ર અને એકનો એક અર્થ વારંવાર પરાવર્તન કરવાથી એટલે યાદ કરવાથી જીવોને મૃત જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થાય છે અને એની સાથેને સાથે જ મતિજ્ઞાનનો પણ ક્ષયોપશમ ભાવ પેદા થતો જ જાય છે. જે સ્ત્ર કે અર્થ ભણ્યા હોઇએ તે યાદ કરતાં તે સુત્ર અને અર્થ જેમાં હોય તે યાદ કરીને જ્યાં સુધી પરાવર્તન કરીએ તે શ્રુતજ્ઞાન કહેવાય છે. અને તે બરાબર કંઠસ્થ થઇ ગયા પછી તે સૂત્ર કે અર્થથી બોલતાં તે સૂત્રોનાં પદો કે અર્થો યાદ કર્યા વગર જ જે બોલાય યાદ કરવાની જરૂર ન રહે તે મતિજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ કહેવાય છે. આથી ચૌદ પૂર્વ ભણેલા અનેક મહાત્માઓ હોય તો તેઓને ચૌદ પૂર્વનું સૂત્ર એટલે શ્રુતજ્ઞાન અક્ષરથી સૌનું એક સરખું ગણાય પણ જે મહાત્માઓએ એ શ્રુતજ્ઞાનને વારંવાર પરાવર્તન કરીને તેના અર્થોને વારંવાર પરાવર્તન કરીને તૈયાર કરેલ હોય તેમનો જે ક્ષયોપશમ ભાવ પેદા થાય છે તે મતિજ્ઞાનનો ક્ષયોપશમ ગણાય છે. આથી તે ચૌદપૂર્વધર મહાત્માઓ મતિજ્ઞાનનાં ક્ષયોપશમ ભાવથી છ સ્થાન વડીયા એટલે છ સ્થાન વૃધ્ધિ રૂપે અને છા સ્થાન પતિત રૂપે ગણાય છે.
(૧) અનંત ભાગ વૃધ્ધિ(૨) અસંખ્યાત ભાગ વૃદ્ધિ.(૩) સંખ્યાત ભાગ વૃદ્ધિ. (૪) સંખ્યાત ગુણ વૃધ્ધિ. (૫) અસંખ્યાત ગુણવૃધ્ધિ. (૬) અનંતગુણ વૃધ્ધિ.
આ જ રીતે વૃદ્ધિની જગ્યાએ હાનિ શબ્દ મુકવો એમ છ સ્થાન વૃદ્ધિના અને છ સ્થાન હાનિનાં થાય છે. આથી કોઇ એક સૂત્રનો અર્થ વિસ્તારથી સારી રીતે કરી શકે અને કોઇ એ જ સૂત્રનો અર્થ સામાન્યથી કરી શકે તે મતિજ્ઞાનનાં ક્ષયોપશમ ભાવથી બને છે. આથી શ્રુતજ્ઞાની સરખા હોવા છતાં મતિજ્ઞાનનાં ક્ષયોપશમ ભાવથી આ ાર થઇ શકે છે.
આ કારણોથી કોઇ પર્વધર જે વર્ણન કરે તેના કરતાં મતિજ્ઞાનનાં ક્ષયોપશમ ભાવના પૂર્વધર સારી રીતે વર્ણન કરી શકે કારણ કે એક એક સૂત્રનાં અનંતા અનંતા અર્થો જ્ઞાની ભગવંતોએ કહેલા છે.
જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોનાં ક્રમમાં મોહનીયાદિ કર્મને પહેલા ક્રમે ન મૂકતાં જ્ઞાનાવરણીય આદિ ક્રમ શા કારણે મુક્યો છે ?
જ્ઞાનીઓ કહે છે કે અનાદિકાળથી જગતમાં જે અનંતા જીવો રહેલા છે તે દરેક જીવો જીવ તરીકે ઓળખાય છે તે પોત પોતાના જ્ઞાન ગુણની પ્રધાનતાથી ઓળખાય છે. આથી જ્ઞાનાવરણીય આદિ કર્મના ક્રમથી વર્ણન કરાય છે. અત્રે જ્ઞાનાવરણીય કર્મ સૌથી પહેલું જણાવ્યું છે. તેના મુખ્ય ત્રણ કારણો કહેલ છે.
(૧) જ્યારે જીવો પુરૂષાર્થ કરીને મોહનીય કર્મનો નાશ કર્યા બાદ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણે કર્મોનો એક સાથે નાશ કરે છે ત્યારે જીવોને સૌથી પહેલા સમયે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પછી બીજા સમયે કેવલદર્શન થાય છે. એટલે કે છદ્મસ્થ અવસ્થામાં રહેલા જીવોને જે જ્ઞાન ક્ષયોપશમ ભાવે રહેલું હોય છે તે ચાર ઘાતી કર્મોનો નાશ થતાં ક્ષાયિક ભાવે પહેલા સમયે સો પ્રથમ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
(૨) જ્યારે જીવો ચોદમાં ગુણસ્થાનકે ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી સિદ્ધિ ગતિમાં જતાં હોય છે.
Page 34 of 126
Page #35
--------------------------------------------------------------------------
________________
ત્યારે તે જીવોને કેવલજ્ઞાનનો જ ઉપયોગ હોય છે. કેવલદર્શનના ઉપયોગમાં કોઇ જીવ સિદ્ધિ ગતિમાં જતો નથી. સિદ્ધિગતિમાં ગયા પછી કેવલદર્શનનો ઉપયોગ થઇ શકે છે. અને સમયે સમયે કેવલજ્ઞાન-કેવલદર્શનનો ઉપયોગ અનંતકાળ સુધી ચાલ્યા જ કરે છે.
(૩) આ બે કારણો ક્ષાયિક ભાવે જે જીવોને જ્ઞાન થાય છે અને આશ્રયીને કહ્યા. હવે છબસ્થ જીવોને આશ્રયીને કહે છે. સામાન્ય રીતે છપ્રસ્થ જીવોને પહેલા દર્શનનો ઉપયોગ હોય છે. અને પછી જ્ઞાનનો ઉપયોગ થાય છે. અને એ દર્શન-જ્ઞાનનો ઉપયોગ અસંખ્યાત સમયવાળા અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્તનો હોય છે. છતાંય જ્ઞાનીઓ કહે છે કે એ છદ્મસ્થ જીવોને જ્યારે કોઇપણ પ્રકારની લબ્ધિ પેદા થાય ત્યારે તે જ્ઞાનના ઉપયોગમાં જ થાય છે પણ દર્શનના ઉપયોગમાં થતી નથી. અહીં લબ્ધિ તરીકે શું ગ્રહણ કરવું ? તો જણાવે છે કે સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવો ગ્રંથી દેશે આવીને પોતાની ગ્રંથીને ઓળખીને તેને કાઢવા માટેનો. જે પ્રયત્ન કરવાની ઇચ્છા પેદા કરે અને તેનાથી સાવચેત રહીને જે પ્રવૃત્તિ થાય તેને અપુનબંધક અવસ્થાનો પ્રયત્ન કહેવાય છે. એવો જે પરિણામ જીવ પુરૂષાર્થથી પેદા કરે તે ક્ષયોપશમ ભાવની લબ્ધિ કહેવાય છે. આ ક્ષયોપશમ ભાવની લબ્ધિને લઘુ કર્મી ભવ્યાત્મા જીવો જ પેદા કરી શકે છે અને તે લબ્ધિ સાકાર ઉપયોગમાં એટલે જ્ઞાનનાં ઉપયોગમાં શુભ લેશ્યાના પરિણામમાં એટલે તેજો-પદ અને શુકલ આ ત્રણ લેગ્યામાંથી કોઇ લેશ્યાના ઉપયોગમાં અને જાગ્રત અવસ્થામાં આ પેદા થાય છે.
આ પરિણામ આત્મિક સુખના પરિણામની આંશિક અનુભૂતિ કરાવે છે અને સામાન્ય દર્શન પણ થાય છે અને આ પરિણામમાં રહેલા જીવોને સુખમય સંસાર પ્રત્યે રાગ રહેતો નથી. તીવ્રભાવે પાપ કરવાના. પરિણામો પણ રહેતા નથી અને ઉચિત વ્યવહારના પાલન માટેનાં પરિણામો પેદા થતાં જાય છે. આથી આ પરિણામને લબ્ધિ કહેવાય છે.
આ ત્રણ કારણોને આશ્રયીને અહીં જ્ઞાનાવરણીય કર્મ પહેલું જણાવેલું છે. જ્ઞાનાવરણીય કર્મ પછી વેદનીય મોહનીય આદિ કર્મો બીજા ક્રમમાં ન મૂકતાં દર્શનાવરણીય કર્મ શા માટે કહ્યું? તો જણાવે છે કે જીવ હંમેશાં ઉપયોગ પરિણામવાળો હોય છે. એ ઉપયોગ જ્ઞાન અને દર્શનનો હોય છે. એક એક અંતર્મુહૂર્ત જ્ઞાન અને દર્શનનો ઉપયોગ ચાલ્યા જ કરે છે. આથી જ્યારે જીવ જ્ઞાનનાં ઉપયોગમાંથી આવે એટલે જ્ઞાનના ઉપયોગનો કાળ પૂર્ણ થાય ત્યારે દર્શનના ઉપયોગવાળો બને છે. જ્યાં સુધી જીવ પદાર્થના વિશેષ બોધવાળો હોય ત્યારે તે જ્ઞાનના ઉપયોગવાળો ગણાય છે. અને જ્યારે જીવ સામાન્ય બોધવાળો હોય ત્યારે તે દર્શનનો ઉપયોગ કહેવાય છે. આથી દર્શનનાં ઉપયોગમાં જીવ ટકતો હોવાથી જ્ઞાનાવરણીય કર્મ પછી બીજું દર્શનાવરણીય કર્મ કહેલું છે. | દર્શનાવરણીય કર્મ પછી મોહનીય કર્મ ન મુકતાં વેદનીય કર્મ શાથી કહ્યું? જણાવે છે કે જે જીવોને જ્ઞાનનો ઉદય ભાવ વર્તતો હોય એટલે કે મતિજ્ઞાનાવરણીય અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મના અધિક રસવાળા દેશઘાતીના પુદ્ગલોનો ઉદય ચાલતો હોય ત્યારે મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થતો નથી. જેનાથી જીવને જ્ઞાન પેદા થતું નથી પણ જ્ઞાનનો ઉદયભાવ રહેલો હોય છે અને બીજા જીવોને જ્ઞાન પેદા થતું જુએ તો પોતાને જ્ઞાન ન થતાં અંતરમાં ગ્લાનિ પેદા થાય. દુ:ખ પેદા થાય છે. એવી જ રીતે દર્શનાવરણીય કર્મના ઉદય ભાવથી સામાન્ય બોધ કોઇ પદાર્થોનો ન થાય અને બીજાને તે બોધ થતો એ એટલે અંતરમાં ગ્લાનિ પેદા થાય. દુ:ખ પેદા થાય અને ખેદ પેદા થાય તે ગ્લાનિ વગેરે થવું તે અશાતા. વેદનીય રૂપે ગણાય છે અને જ્યારે જીવને મતિ અને શ્રુત જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ ભાવથી, અલ્પ રસવાળા દેશઘાતી પુદગલોનાં ઉદયથી જ્યારે વિશેષ બોધરૂપ જ્ઞાન પેદા થાય અને બીજાને ન થતું હોય તો
Page 35 of 126
Page #36
--------------------------------------------------------------------------
________________
તેનાથી જેને જ્ઞાન પેદા થયેલું છે તેને આનંદ પેદા થાય. આલ્હાદ આવે એવી જ રીતે દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી જીવને સામાન્ય પદાર્થોનો બોધ થતો હોય તો તે જીવોને આલ્હાદ પેદા થાય છે. તે શાતાવેદનીય કર્મ ગણાય છે. આથી સિદ્ધ થાય છે કે જીવોને સુખ અને દુઃખ ઉત્પન્ન થવાનું કારણ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ અને ઉદય ભાવ છે. તેનાથી થાય છે માટે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મ પછી ત્રીજ વેદનીય કર્મ કહેલ છે. એના પછી ચોથું મોહનીય કર્મ જે જણાવેલ છે તેનું કારણ એ છે કે જે જીવોને આલ્હાદ પેદા થાય છે તે જીવોને હેજે રતિભાવ પેદા થાય છે અને જે જીવોને ગ્લાનિ થયેલ હોય તેઓને અરતિ ભાવ પેદા થાય છે. રતિ એટલે આનંદ અને અરતિ એટલે દુ:ખ, ખેદ. સુખ-દુ:ખમાં જીવોને રતિ-અરતિ સ્વાભાવિક રીતિએ પેદા થાય છે એને મોહનીય કર્મ કહેલ છે માટે તેને ચોથું મુકેલ છે. મોહનીય કર્મ પછી આયુષ્ય કર્મ કહેલ છે એનું કારણ એ જણાવેલ છે કે જે જીવો રતિ-અરતિમાં મુંઝાયેલા હોય છે તે વિવેકથી ભ્રષ્ટ થાય છે. પોતાના આત્મામાં રહેલા વિવેકથી મોહનીય કર્મને મુંઝવણ પેદા થવા દેતો નથી અને પેદા થયેલા વિવેકને પણ તે ભ્રષ્ટ કરી નાંખે છે એટલે નાશ કરી નાંખે છે. એ વિવેકથી ભ્રષ્ટ થયેલા જીવો, મોહનીય કર્મમાં મુંઝાતા જીવો આરંભ-સમારંભ કરે છે અને તેમાં રાગ તેમજ મમત્વ બુધ્ધિ પર પદાર્થોમાં વધારી વધારીને મહા આરંભ અને મહાપરિગ્રહ કરતાં થાય છે. આ આરંભ સમારંભમાં આનંદ અને આસક્તિ તે આર્તધ્યાન કહેવાય છે તે તિર્યંચાયુષ્યનું કારણ કહેલ છે. એવી જ રીતે મહારંભ અને મહાપરિગ્રહની આસક્તિ મમત્વ તે રોદ્ર ધ્યાન કહેલ છે તે નરક આયુષ્યના બંધનું કારણ કહેલ છે આ કારણે મોહનીય કર્મ પછી આયુષ્ય કર્મ કહેલ છે.
આયુષ્ય કર્મ પછી નામકર્મ જે જણાવેલ છે તેનું કારણ એ છે કે જીવો જે આયુષ્યનો બંધ કરતાં હોય છે તેની સાથે તે અયષ્ય મુજબની ગતિ-તેની જાતિ-તેવા પ્રકારનું શરીર-તેવા પ્રકારના વર્ણાદિ આદિ કર્મોનો બંધ અવશ્ય કરે જ છે અને જે આયુષ્યનો ઉદય થાય તેની સાથે તેની ગતિ-જાતિ શરીર આદિનો અવશ્ય ઉદય પણ થાય છે. આથી આયુષ્ય કર્મ પછી નામકર્મ જણાવેલ છે. એ નામકર્મ પછી ગોત્ર કર્મ જે જણાવેલ છે તેનું કારણ એ છે કે નામકર્મની વિચિત્રતાથી જુદો જુદો વ્યવહાર પેદા થાય છે. જે કુળોમાં ધર્મ અને નીતિનું પાલન બાપદાદાના સંસ્કારથી ચાલ્યું આવતું હોય છે અને તેજ પ્રમાણે વ્યવહાર ચાલતો હોય છે. તે કુળમાં જન્મેલાં જીવોને ઉચ્ચ ગોત્રવાળા કહેવાય છે. એટલે તે ઉચ્ચ વ્યવહારવાળા ગણાય છે અને જે કુળોમાં ધર્મ અને નીતિનું પાલન નથી અને વિચ્છેદ થયેલ હોય તે કુળોમાં જે જન્મ થવો તે નીચગોત્ર રૂપે ગણાય છે અટલે તે નીચ વ્યવહારવાળા જણાય છે. આથી નામકર્મ પછી ગોત્રકર્મ જણાવેલ છે. ઉચ્ચ કુળમાં જન્મેલા જીવોને મોટે ભાગે દાનાંતરાય-લાભાંતરાય-ભોગાંતરાય-ઉપભોગવંતરાય અને વીર્યંતરાય કર્મોનો ક્ષયોપશમ ભાવ પેદા થયેલો હોય છે એટલે તે જીવો તે ક્ષયોપશમ ભાવથી દુન્યવી પદાર્થોને પ્રાપ્ત કરી તેમાં મોહ પામી પોતાનો સંસાર વધારતા જાય છે અને જ્યારે જે જીવો નીચગોત્ર રૂપે જન્મેલા હોય છે તે જીવોને દાનાંતરાય આદિનો ઉદય ભાવ રહેલો હોય છે તેને મેળવવાનો પુરૂષાર્થ કરીને એ જીવો પોતાનો સંસાર વધારે છે. આથી અંતરાય કર્મ છેલ્લું આઠમું કહેલ છે.
હમેશા જીવોને ઉપયોગ રૂપે અંતર્મુહૂર્ત-અંતર્મુહુર્તે જ્ઞાન અને દર્શન જ હોય છે. મોહનીય કર્મ હંમેશા ઉદય રૂપે જ રહેલું હોય છે. આથી સમ્યકત્વ મોહનીયનો ઉદય જીવોને ચોવીસે કલાક ચાલુ જ રહે છે. એ સમ્યકત્વ મોહનીયના ઉદયથી જ્ઞાનનો ઉપયોગ અને દર્શનનો ઉપયોગ હેય પદાર્થોમાં હેય બુદ્ધિ એટલે છોડવા લાયક પદાર્થોમાં છોડવા લાયકની બુદ્ધિ પેદા કરાવે અને સતત ચાલુ રખાવે તેમજ ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવાની બુદ્ધિ એટલે ઉપાદેય પદાર્થોમાં ઉપાદેય બુદ્ધિ સતત જીવંત રાખે છે. આ
Page 36 of 126
Page #37
--------------------------------------------------------------------------
________________
કારણથી સમ્યક્ત્વ-મોહનીયના ઉદય કાળમાં મિથ્યાત્વ મોહનીયનાં દલિકો અલ્પરસવાળા થઇ થઇને ઉદયમાં આવે છે માટે આ શ્રદ્ધા સતત રહે છે. તેમાં જ્યારે જીવને એ મિથ્યાત્વ મોહનીયના અધિક રસવાળા દલિકો ઉદયમાં આવે ત્યારે જીવ સમકીતથી પડે છે માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે નિકાચીત મિથ્યાત્વના ઉદય વગર જીવો સમકીતથી પડતા નથી. આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે સમ્યક્ત્વ મોહનીયનો ઉદય એ ભિન્ન ચીજ છે અને તેનું કાર્ય જુદુ છે. જ્ઞાન અને દર્શનનો ઉપયોગ એ પણ ભિન્ન ચીજ છે તેનું કાર્ય જુદુ છે. મિથ્યાત્વના ઉદય કાળમાં એ જ્ઞાન દર્શનનો ઉપયોગ જીવોને અજ્ઞાન રૂપે કામ કરે છે. કારણ કે તે વખતે છોડવાલાયક પદાર્થોમાં છાડવા લાયકની બુધ્ધિ અને ગ્રહણ કરવા લાયકમાં ગ્રહણ કરવાની બુધ્ધિ હોતી નથી પણ એનાથી વિપરીત બુધ્ધિ હોય છે. માટે અજ્ઞાન રૂપે કહેવાય છે.
એ સમ્યક્ત્વ મોહનીય કર્મનો ઉદય જઘન્યથી જીવોને એક અંતર્મુહૂર્ત રહે છે અને ઉત્કૃષ્ટથી છાસઠ સાગરોપમ સુધી સતત રહે છે. અને તે છાસઠ સાગરોપમ કાળ પૂર્ણ થયે એક અંતર્મુહૂર્ત મિશ્રમોહનીયનો ઉદય થાય પછી સમ્યક્ત્વ મોહનીયનો ઉદય થાય એ પાછો ફરીથી છાસઠ સાગરોપમ સુધી રહે છે. આ રીતે મિથ્યાત્વના ઉદય વિના, મિશ્રમોહનીય વચમાં એક અંતર્મુહૂર્ત ઉદયમાં રહીને એકસો બત્રીશ સાગરોપમ સુધી સમ્યક્ત્વ મોહનીયનો ઉદય જીવોને રહી શકે છે. જો એટલા કાળમાં જીવ પુરૂષાર્થ કરીને મોક્ષે પહોંચી જાય તો તો પોતાનું કલ્યાણ થઇ જાય. પણ તે જીવો જો મોક્ષે ન જ પહોંચે તો એકસો બત્રીશ સાગરોપમ પછી અવશ્ય મિથ્યાત્વના ઉદયને પામે છે. તે મિથ્યાત્વનો ઉદય જીવોને જઘન્યથી એક અંતર્મુહૂર્ત રહી શકે અને ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલ પરાવર્તકાળ સુધી પણ રહી શકે છે. માટે જ્ઞાનનો ઉપયોગ-દર્શનનો ઉપયોગ-સમ્યક્ત્વ મોહનીયનો ઉદય વગેરે ભેગું ન કરો તેમજ ક્ષયોપશમ સમકીત જીવને અનેકવાર જાય અને આવે એવું પણ બોલો નહિ. કારણ કે જૈન સાસનમાં એવું છે જ નહિ. કોઇ જીવે સમ્યક્ત્વ પામતાં પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે મિથ્યાત્વ મોહનીયને વારંવાર બાંધતા વચમાં વચમાં અનેકવાર નિકાચીત રૂપે બાંધેલ હોય અને એ જીવો સમકીત પામે તો તે સમકીતના કાળમાં બંધાયેલું નિકાચીત મિથ્યાત્વ ઉદયમાં આવે ત્યારે પડે. ફરી પાછું સમકીત પામે ફરી નિકાચીત મિથ્યાત્વનો ઉદય થતાં પડે એમ કોક જીવને આશ્રયીને તે બની શકે બાકી બધાયને માટે એ વાત કહેલી નથી.
ભણેલા જ્ઞાનને સ્વાધ્યાય કરીને પરાવર્ત કરવાનું જેઓનું લક્ષ્ય નથી ધ્યેય નથી જ્યારે જરૂર પડશે ત્યારે જોઇ લઇશું એવા વિચારો ચાલતા હોય તો એવા જીવો પોતાના આત્મામાં રહેલા જ્ઞાનના ક્ષયોપશમ ભાવને મંદ કરે છે અને ઉદય ભાવ ચાલુ કરે છે. આથી જ્ઞાનાવરણીય કર્મ ગાઢ બંધાય છે. અને જે જીવો તે પોતાના જ્ઞાનને પરાવર્તન કરતો જાય તો તે પરાવર્તનથી એવો જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થાય કે બધું ય જ્ઞાન આવડી જાય જે ગ્રંથ લે તે ગ્રંથને વાંચતાં યાદ રહી જાય. એક ગ્રંથને સારી રીતે ભણીને પરાવર્તન કરતો જાય તો અનેક ગ્રંથોનો ક્ષયોપશમ ભાવ જીવોને પેદા થઇ શકે છે. આથી ભણેલા જ્ઞાનનો સ્વાધ્યાય તેમજ પરાવર્તન રોજ કરવું જ જોઇએ.
જ્ઞાની ભગવંતો કહે છે કે ચૌદ પૂર્વના જ્ઞાનનો અભ્યાસ પહેલા ત્રણ સંઘયણવાળા જીવો કરી શકે છે. પણ છેલ્લા ત્રણ સંઘયણવાળા જીવો કરતા નથી. અને તે અભ્યાસ કર્યા બાદ પ્રમાદને પરવશ થઇ જાય તો તે ક્ષયોપશમ ભૂલાઇને તે પ્રમાદ ઠેઠ સૂક્ષ્મ નિગોદમાં પણ લઇ જાય છે. માટે જ્ઞાની ભગવંતો કહે છે કે ચૌદપૂર્વને ભણીને સૂક્ષ્મ નિગોદમાં અત્યારે અનંતા જીવો ત્યાં બેઠેલા છે. નરકગતિમાં અત્યારે અસંખ્યાતા જીવો રહેલા છે. તો આ જાણ્યા પછી ભણેલ જ્ઞાનમાં પ્રમાદ ન થઇ જાય તેની કેટલી કાળજી રાખવી પડે તે વિચારવું જોઇએ.
Page 37 of 126
Page #38
--------------------------------------------------------------------------
________________
આથી નક્કી થયું કે જ્ઞાનાવરણીયના અલ્પ રસવાળા પુદ્ગલોનો ઉદય જીવોને યોપશમ ભાવ પેદા કરાવે અને અધિક રસવાળા દેશઘાતીના જ્ઞાનાવરણીયના પુગલો આત્માને જ્ઞાનનો ઉદય ભાવ પેદા કરાવે.પ્રમાદ જેટલો કરીએ તેનાથી જ્ઞાનનો ઉદયભાવ થાય માટે જ્ઞાનાવરણીય બંધાય અને જ્ઞાનનું જેટલું પરાવર્તન કરીએ એથી જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ થાય એટલે જ્ઞાનાવરણીય કર્મ ઉધ્યમાં આવીને ખપે છે એમ ગણાય.
પહેલે ગુણસ્થાનકે રહેલો જીવ પુરૂષાર્થ કરીને અભ્યાસ કરે તો બારવ્રતને ગ્રહણ કરીને નિરતિચારપણે પાલન કરે અને તે કષાયની સહાયથી મિથ્યાત્વને મંદ પણ કરી શકે છે. તેવી રીતે ચોથે ગુણસ્થાનકે રહેલો જીવ અપ્રત્યાખ્યાનીય કષાયની સહાયથી સમ્યકત્વનું પાલન નિરતિચાર પણ કરી શકે છે જેટલી એ જીવોને એ અપ્રત્યાખ્યાનીય કષાયની સહાય મળે તેટલું તેનું સમ્યકત્વ નિરતિચાર રૂપે બનતું જાય છે. પ્રત્યાખ્યાનીય કષાયની સહાયથી જીવો લીધેલ વ્રત નિયમ, પચ્ચખાણ વગેરે દેશથી વિરતિનું પાલન નિરતિચારપણે કરતાં જાય છે અને કષાયનો નાશ કરતાં જાય છે એવી જ રીતે સંજવલન કષાયના ઉદય કાળમાં તે કષાયની સહાયથી સર્વવિરતિને ગ્રહણ કરીને નિરતિચારપણે પાલન કરી શકે છે. જ્યારે સંજવલન કષાયમાં પ્રત્યાખ્યાનીય કષાય ભળે. એટલે ઉદય થાય ત્યારે ચારિત્રથી એટલે છઠ્ઠા ગુણસ્થાનકથી જીવનું પતન કરી નાંખે છે અને પાંચમાં ગુણસ્થાનકમાં ટકાવે છે. પ્રત્યાખ્યાનીય કષાયના ઉદય કાળમાં અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય થાય તો જીવ દેશવિરતિથી પતન પામી સમ્યકત્વમાં ટકે છે અને તે સમ્યક્ત્વ મોહનીયના ઉદયકાળમાં એટલે અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયકાળમાં અનંતાનુબંધિ કષાયનો ઉદય થાય તો જીવ મિથ્યાત્વ ગુણસ્થાનકને પામે છે.
દર્શનાવરણીય કર્મ
નવ ભેદ હોય છે.
(૧) ચક્ષુદર્શનાવરણીય, (૨) અચક્ષુદર્શનાવરણીય, (૩) અવધિદર્શનાવરણીય, (૪) કેવલદર્શનાવરણીય, (૫) નિદ્રા, (૬) નિદ્રા નિદ્રા, (૭) પ્રચલા, (૮) પ્રચલા પ્રચલા અને (૯) થીણધ્ધી-સ્પેનદ્ધિ.
ચક્ષદર્શનાવરણીય કર્મ - જે ઇન્દ્રિય વડે નિયત ક્ષેત્રમાં રહેલા પદાર્થોને જોવાની શક્તિ તે ચક્ષુ કહેવાય તેને આવરણ કરનારું કર્મ તે ચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે.
ચક્ષુદર્શનાવરણીય કર્મનો ઉદય એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય જીવોને સતત ચાલુ હોય છે માટે પદાર્થોને જોઇ શકતા નથી. આ ચક્ષુદર્શનાવરણીય સર્વઘાતી રસે બંધાય છે અને ઉદયમાં દરેક જીવોને દેશઘાતી રસે થઇને જ આવે છે તે દેશઘાતી રસના બે ભેદો હોય છે.
(૧) અલ્પ રસવાળા પુદ્ગલો અને (૨) અધિક રસવાળા પુદ્ગલો.
એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય જીવોને અધિક રસવાળા દેશઘાતીનાં પુદ્ગલોનો ઉદય હોવાથી જોઇ શકતા નથી. જ્યારે ચઉરીન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને જ્યારે અલ્પ રસવાળા દેશઘાતીનાં પગલો ઉદયમાં હોય છે ત્યારે પદાર્થોને જોઇ શકે છે અને જ્યારે અધિક રસવાળા દેશઘાતી પગલો ઉદયમાં આવે ત્યારે ચક્ષુ હોવા છતાં પુદ્ગલોનું દર્શન થઇ શકતું નથી અર્થાત્ જીવો કરી શકતા નથી. અભરસવાળા. દેશઘાતીનાં પુદ્ગલોના ઉદયથી જે જે પદાર્થોને જૂએ છે તે પણ મર્યાદિતપણે ચક્ષુની સામે જે પુદ્ગલો રહેલા હોય તેને જ જૂએ છે. તે પુદ્ગલોનું સામાન્ય જ્ઞાન પ્રાપ્ત થાય તે ચક્ષુદર્શનનો ક્ષયોપશમ ભાવ કહેવાય છે.
Page 38 of 126
Page #39
--------------------------------------------------------------------------
________________
ચક્ષુની આજુ બાજુ ઉપરના ભાગમાં પડખાના ભાગમાં પાછળના ભાગમાં જે જે પદાર્થો રહેલા હોય તે પદાર્થોને પણ આપણે જોઇ શકતા નથી એ પદાર્થોને જોવા માટે ચક્ષુને વવી પડે તો જોઇ શકીએ બાકી નહિ. માટે આપણો ક્ષયોપશમ ભાવ બહુ જ મર્યાદિત રૂપે હોય છે.
આવા મર્યાદિત ચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી જે જે પદાર્થો જોઇએ છીએ તેમાં રાગ-દ્વેષ ક્રોધાદિ કષાયોના પરિણામો પેદા કરીને કર્મબંધ કર્યા કરીએ છીએ તે ચક્ષના ક્ષયોપશમ ભાવનો દુરૂપયોગ કહેવાય છે. એનાથી ચક્ષુદર્શનાવરણીય કર્મનો રસ ગાઢ બંધાય છે. સારા પદાર્થોને જોઇને અંતરમાં આનંદ પેદા થાય તે રાગ કહેવાય અને ખરાબ કુદરતી દ્રશ્ય જોઇને અંતરમાં નારાજી થાય તે દ્વેષ કહેવાય છે તે મળેલા પદાર્થોનો દુરૂપયોગ કર્યો કહેવાય માટે જ્ઞાનીઓ કહે છે કે જે જેવું મળ્યું છે તે તેવીરીતે જ રાગદ્વેષ વગર જોવું જોઇએ.
નારકીના જીવોનાં ક્ષેત્રની અપેક્ષાએ આપણે જે ક્ષેત્રોમાં રહીએ છીએ તે ક્ષેત્રો સારા છે પણ દેવલોકના ક્ષેત્રોની અપેક્ષાએ આપણા ક્ષેત્રો દુર્ગધથી ભરેલા છે માટે જ્ઞાનીઓ કહે છે કે મનુષ્યના શરીરમાંથી એટલા ભયંકર કોટિના દુર્ગધના પુદ્ગલો નીકળે છેકે જેના કારણે એ પુદ્ગલોની પાંચસો યોજન ઉંચાઇ સુધી વાસ ઉડી રહી છે માટે દેવતાઓને અહીં આવવાનું મન થતું નથી અને સમકીતી દેવોને થાય છે કે આટલાં ભયંકર દુર્ગધવાળા પદાર્થોમાં પણ મનુષ્ય રહીને રાગાદિ પરિણામ કરી રહ્યા છે માટે આપણી તેઓને દયા આવ્યા કરે છે.
ભગવાનની મૂર્તિને જોતાં આનંદ આવે તે પ્રશસ્તરાગ કહેવાય કારણકે એ રાગ મોહનીયને તોડનારો અર્થાત તોડાવનારો રાગ છે માટે જ રોજ ભગવાનના દર્શન કરવાનું વિધાન કરેલું છે. સાધુનું દર્શન પણ એટલા માટે જ છે અને જિનાગમનું દર્શન, વાંચન, ચિંતન, મનન પણ એને માટે જ કહેલું છે એનાં જેટલા બને એટલા દર્શન વધારે જ કરવાના કહ્યા છે તેનેજ જ્ઞાનીઓ ચક્ષનો સદુપયોગ કર્યો કહે છે.
- ઘરમાં જે કાંઇ સજાવટ કરીને સુશોભિત રાખે-એમાં આનંદ પામે- કોઇ જોઇને વખાણ કરે એનાથી આનંદ પામે તોતે ચક્ષુદર્શન કર્મ તીવ્ર રસે ગાઢ બંધાય છે પણ તે વિચાર કરે કે લેવા જવું સંયમ જ હતું એ ન લઇ શકાયું માટે સંસારમાં પડવું પડ્યું છે તો એવી રીતે ઘર રાખું કે જેથી કોઇ આંગળી ચીંધણું કરી દેવ, ગુરૂ, ધર્મની નિંદા ન કરે એમ વિચારી સજાવટ કરે તો કર્મબંધ થવાને બદલે કર્મ નિર્જરા સારી થાય. કારણકે તેનું લક્ષ્ય ધર્મમાં છે માટે પ્રશસ્ત રાગ કહેવાય છે.
જ્ઞાનીઓ કહે છે કે જેને જેમાં વિશેષ રાગ હોય તે જીવો તેનું વિશેષ કર્મ બાંધીને તે સ્થાનોમાં ઉત્પન્ન થાય છે.
જે પદાર્થોને જોઇને આત્માનું દર્શન પેદા થાય, આત્મા વિશુદ્ધ બને એવા પદાર્થોના દર્શન વારંવાર કરવાથી આનંદની વૃદ્ધિ અને સ્થિરતા થતી જાય એમ કરવું જોઇએ અને એ આનંદ પેદા થવા માંડે એટલે સંસારના પદાર્થોને જોઇને એવો કે એનાથી વિશેષ આનંદ પેદા થાય નહિ એવો સ્વભાવ કેળવવો જોઇએ.
દુનિયાના જીવોને પુણ્યોદયથી બે પ્રકારના પદાર્થો મળેલા છે. (૧) આત્માનું દર્શન થઇ શકે એવા પદાર્થો. (૨) સંસારના પદાર્થો પુણ્યોદયથી મલ્યા છે તે. આ બન્ને પદાર્થોના દર્શનમાં આત્માનો ઢાળ કઇ બાજુના પદાર્થ પ્રત્યે વિશેષ છે ? અંતર કઇ બાજુ ? ભલે ક્રિયા ગમે તેવી હોય પણ અંતર જો સંસારના પદાર્થો પ્રત્યે હશે આનંદ એ બાજુ હશે તો અહીંથી મર્યા પછી આટલો પણ ક્ષયોપશમ ભાવ ભવાંતરમાં મલી શકે કે કેમ એવી શંકા પેદા થશે !
બાહ્ય પદાર્થોમાં જેટલી નિર્લેપતા રાખીને જીવીએ તેનાથી ચક્ષુદર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમભાવ
Page 39 of 126
Page #40
--------------------------------------------------------------------------
________________
વધતો જાય છે માટે એવો સ્વભાવ કેળવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
અચસુદર્શનાવરણીય કર્મ
ચક્ષ સિવાયની બાકીની ચારે ઇન્દ્રિયોનો જે ક્ષયોપશમ ભાવ પેદા થવો તે પેદા થવાને રોકે તે અચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે.
એકેન્દ્રિય જીવોને અચક્ષદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમભાવથી એક સ્પર્શેન્દ્રિયનો ક્ષયોપશમાં હોય છે બાકીની ઇન્દ્રિયોનો ક્ષયોપશમ લબ્ધિ રૂપે હોય છે. બેઇન્દ્રિય જીવોને અચક્ષુદર્શનાવરણીયના ક્ષયોપશમ ભાવથી સ્પર્શના-રસના બેનો ક્ષયોપશમ હોય છે. તે ઇન્દ્રિય જીવોને સ્પર્શના-રસના-ધ્રાણ એ ત્રણ ઇન્દ્રિયોનો ક્ષયોપશમ ભાવ પેદા થયેલો હોય છે. ચઉરીન્દ્રિય જીવોને સ્પર્શના-રસના-ધ્રાણ અને ચક્ષુ એ ચારના ક્ષયોપશમમાં ચક્ષનો ક્ષયોપશમ, ચક્ષુ દર્શના વરણીયના ક્ષયોપશમથી બાકીના ત્રણનો અચક્ષુ દર્શનાવરણીયના ક્ષયોપશમ ભાવથી પેદા થાય છે. પંચેન્દ્રિય જીવોને ચક્ષુ સિવાયની ચારનો ક્ષયોપશમ ભાવ અચક્ષદર્શનાવરણીય ક્ષયોપશમ ભાવથી હોય છે.
એ ઇન્દ્રિયોના ક્ષયોપશમ ભાવની જેટલી મંદતા તે અચક્ષદર્શનાવરણીય કર્મનો ઉદય કહેવાય છે માટે જેટલો ઇન્દ્રિયોનો સંયમ કરીને જીવન જીવીએ એનાથી અત્યક્ષ દર્શનાવરણીયનો ક્ષયોપશમ ભાવ વધે અને જેટલો ઇન્દ્રિયોનો અસંયમ કરીને જીવીએ તેનાથી અચક્ષુ દર્શનાવરણીયનો ઉદયભાવ વધે છે. જેમ સ્વાદવાળા પુદ્ગલો-પદાર્થો જમવા મલ્યા તો તે વખતે ઇન્દ્રિયને આધીન થયા વગર ઉપયોગ કરે નિર્લેપ રહે તો ક્ષયોપશમભાવ વધે અને જો સ્વાદને આધીન થઇને એ ઇન્દ્રિયોનો ઉપયોગ કરે તો તેનો ઉદયભાવ વધે છે.
આ બન્ને દર્શનાવરણીય દશમા સુધી બંધાય છે અને બારમાં ગુણસ્થાનક સુધી ઉદયમાં ચાલુ હોય
અવધિદર્શનાવરણીય
અવધિજ્ઞાન પેદા થાય તેની પહેલા જીવોને સામાન્ય જ્ઞાનના ઉપયોગ રૂપે જે ક્ષયોપશમભાવ પેદા થાય તે અવધિદર્શન કહેવાય છે અને તેને આવરણ કરનાર કર્મ તે અવધિદર્શનાવરણીય કર્મ કહેવાય છે. આ પણ દશમાં ગુણસ્થાનક સુધી બંધાય છે અને બારમા સુધી ઉદયમાં હોય છે. આનો રસ સર્વઘાતી રૂપે બંધાય છે અને ઉદયમાં દેશઘાતી રસે જ હોય છે તેમાં જ્યારે દેશઘાતી અભ્યરસવાળા પુદ્ગલોનો ઉદય ચાલતો હોય ત્યારે ક્ષયાપશમભાવ પેદા કરે અને જ્યારે દેશઘાતી અધિક રસવાળા પુદ્ગલોનો ઉદય ચાલતો હોય ત્યારે અવધિદર્શનાવરણીયનો ઉદય ભાવ ચાલતો હોય છે એમ કહેવાય.
કેવલદર્શનાવરણીય કર્મ
સંપૂર્ણ જ્ઞાન પેદા થયા બાદ એટલે કેવલજ્ઞાન પેદા થયા બાદ દર્શનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થયા. બાદ જ કેવલદર્શન ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય દશમા ગુણસ્થાનકના અંતે થાય છે ત્યાર પછી બારમાં ગુણસ્થાનકને જીવ પામે છે અને ત્યાં જ્ઞાનાવરણીય કર્મ-દર્શનાવરણીય કર્મ અને અંતરાય કર્મ આ ત્રણે કર્મોનો એક સાથે નાશ કરે છે તેમાં આ ત્રણે કર્મનો નાશ થતાં પહેલા સમયે જીવને જ્ઞાનના ઉપયોગ રૂપે કેવલજ્ઞાન પેદા થાય છે અને બીજા સમયે કેવલદર્શનનો ઉપયોગ થાય છે. આ
Page 40 of 126
Page #41
--------------------------------------------------------------------------
________________
કેવલ દર્શનનો ઉપયોગ સમય સમયના અંતરે સાદિ અનંતકાળ સુધી જીવને ચાલ્યા જ કરે છે. આ લેવલ દર્શનના ઉપયોગથી જગતમાં રહેલા સઘળાય પદાર્થોને ભૂત, ભાવિ, વર્તમાન પર્યાયો સાથે સામાન્ય બોધ રૂપે ચાલ્યા જ કરે છે. આવા બોધને આવરણ કરનાર કર્મ તે કેવલ દર્શનાવરણીય કર્મ કહેવાય છે. આ દશમા ગુણસ્થાનક સુધી બંધાય છે અને બારમાં ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે. આ પ્રકૃતિનો રસ સર્વઘાતી રસરૂપે જ ઉદયમાં હોય છે.
નિદ્રા
નિદ્રા પાંચ પ્રકારની હોય છે. સુખપૂવક ઉંઘમાંથી ઉઠી શકાય એટલે જરાક સામાન્ય અવાજ થાય. અને ઉઠી જવાય એવી જે ઉંઘ તે નિદ્રા કર્મ કહેવાય છે. જેટલી ઉંઘ વધે એટલો પાપનો ઉદય વધે છે. ઉંઘના કારણે જીવને ખબર પડતી નથી કે પોતે શું કરી રહ્યો છે ? ક્યાં છે ? વગેરે. ઘણાં જીવો ઉંઘમાં ચાલે પણ છે અને ચાલતાં ચાલતાં ક્યાં જાઉં છું, કોને ત્યાં જાઉં છું એ પણ ખબર પડતી નથી.
ઉંઘ જે છે તે જીવના જ્ઞાનતંતુઓને સુષુપ્ત કરી તેમાં સ્થિરતા પેદા કરાવે છે એટલે જ્ઞાનના ઉપયોગને સુષુપ્ત રૂપે બનાવવાનું કામ આ નિદ્રા કરતી હોવાથી જ્ઞાનીઓએ પાપ પ્રકૃતિ કહેલી છે. આ ઉદયકાળમાં જીવને સર્વઘાતી રસ જ ઉદયમાં હોય છે, બંધાય છે. સર્વઘાતી રસે અને એજ રસે એટલે જેવા રસે બાંધેલી હોય તેવા રસે જ ઉદયમાં આવે છે. શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ છેલ્લા ભવે આ નિદ્રાના ઉદયકાળનો નાશ કરવા માટે સંયમનો સ્વીકાર કરે છે ત્યારે અભિગ્રહ કરે છે કે જ્યાં સુધી કેવલજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જમીન ઉપર પગવાળીને એટલે પલાંઠી વાળીને બેસવું નહિ અને એટલા જ માટે જેટલો છદ્ભસ્થ કાળ હોય છે ત્યાં સુધી ખડાપગે રહી આરાધના કરે છે તેમાં શ્રી હષભદેવા ભગવાનનો સંયમનો છદ્ભસ્થ પર્યાય એક હજાર વરસનો થયેલો છે એ એક હજાર વરસમાં માત્ર ચોવીશ. કલાક જ ઉંઘ થયેલી છે. તે કઇ રીતની ? એક સાથે સળંગ નહિ પણ એક હજાર વરસમાં જ્યારે જ્યારે વચમાં વચમાં ક્ષણવાર ઝોકું આવી જાય પાછા સાવધ થઇ જાય તે ઝોકા રૂપે આવેલી નિદ્રા ભેગી કરીએ ત્યારે એક અહોરાત્ર જેટલી એટલે ચોવીસ કલાકની નિદ્રા થયેલી છે એવી જ રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના આત્માને, છેલ્લે ભવે સંયમનો સ્વીકાર કરી સાડા બાર વરસના સંયમ પર્યાયમાં ક્ષણ ક્ષણ જેટલી નિદ્રાનો કાળ ભેગો કરતાં અડતાલીશ મિનિટ માત્ર ઉંઘ થયેલ છે. બાકીના બધા કાળમાં પદાર્થની ચિંતવના કરતાં કરતાં કાળ પસાર કરેલો છે માટે આ આત્માઓએ જ્ઞાનના ઉપયોગમાં સ્થિર રહી પદાર્થોનો ચિંતવના કરતાં કરતાં દર્શનાવરણીય કર્મનો સંપૂર્ણ નાશ કર્યો છે. હવે આપણી વાત કરીએ તો પહેલા આપણે નિદ્રાને પાપ રૂપે માનીએ કે સમજીએ છીએ ખરા ? સવારના ઘણીવાર એમ બોલીએ કે હાશ ! આજે તો ખુબ સરસ ઉંઘ આવી ગઇ કોઇ વખત ઉંઘ જ ન આવી હોય તો બોલીએ કે કાલે રાતના તો જરાય ઉંઘ જ ન આવી. આ રીતે બોલતાં ને વિચારતા રાગ અને દ્વેષના વચનો હોવાથી દર્શનાવરણીય કર્મ ચીકણા રસે બાંધતા જઇએ છીએ.
નિદ્રાને લીધે જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ નાશ પામે છે માટે જ્ઞાનીઓ કહે છેકે શરીરનો થાક ઉતારવા માટે આત્માને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર કરવા પ્રયત્ન કરવો જોઇએ. તોજ નિદ્રાનો નાશ થાય. જ્ઞાનીઓ. કહે છે કે પાપી માણસો ઉંઘતા સારા અને ધર્મી માણસો જાગતા સારા. ધર્મી માણસને જગાડવામાં દોષ નહિ. અનિદ્રા એ વાસ્તવિક પણે રોગ નથી પરંતુ સંસારના કોઇ પણ ટેન્શનના કારણે કોઇક જીવને ક્યારેક આવું થાય છે. જ્ઞાનીઓ કહે છે કે આહાર અને નિદ્રા વધાર્યાં વધે અને ઘટાડ્યા ઘટે એમ છે. ઉણોદરી
Page 41 of 126
Page #42
--------------------------------------------------------------------------
________________
કરવાથી શરીર ર્તિમાં રહે, ઉંઘ ન આવે. જો અધિક ખવાઇ જાય તો શરીરનો થાકોડો ઉતારવા માટે એને ઉંઘ લેવી જ પડે છે. આહાર ઘટાડવાના પ્રયત્નના કારણે થોડા દિવસ ભૂખ જેવું લાગશે પણ પછી ટેવ પડી ગયા પછી નિદ્રા ઉપર વિજય મેળવી શકાશે.
જ્ઞાની ભગવંતો કહે છે કે જેમ સંયમ પર્યાય વધે એટલે દીક્ષાના વર્ષો વધે તેમ ધીમે ધીમે એની નિદ્રા ઘટવી જ જોઇએ. આચાર્ય-ઉપાધ્યાય ભગવંતોને-ગીતાર્થ મુનિ ભગવંતોને ત્રણ કલાકથી વધારે ઉંઘવાનો નિષેધ છે કોઇ દિ' પણ અધિક નિદ્રા ન કરાય. જેમ નિદ્રા વધતી જાય તેમ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ ઘટતો જાય. ગ્રહસ્થને વધારેમાં વધારે છ કલાકની નિદ્રા કહેલી છે. રાત્રિમાં વિશેષ જાગનારાઓને માટે મનુષ્યો નહિ પણ જાનવર કહેલા છે. નિદ્રાના કાળમાં મરેલો જીવ મોટા ભાગે દુર્ગતિમાં ગયા વગર રહે નહિ કારણ કે નિદ્રાના ઉદયકાળમાં જીવને કર્મનો બંધ પડે તો દુર્ગતિનો પડે છે. નવકાર ગણીને સૂતેલા જીવને પણ જો બીજા વિચારો કર્યા વિના સૂતો હોય તો ઉંઘમાં ને ઉંઘમાં મરે તો સદ્ગતિનો બંધ પડે છે પરંતુ આપણે તો નવકાર પહેલા ગણી પછી આવતી કાલની કાર્યવાહીના વિચારોનો સ્વાધ્યાય કરી પછી સૂઇ જઇએ એવા છીએ તો સગતિનો બંધ ક્યાંથી પડે ? નહિતર નવકાર ગણતાં ગણતાં ઉંઘ ન આવે તો નવકાર સિવાયના બીજા વિચારો ન આવે એવું બને છે ખરૂં ? જો આ રીતે વિચારો કરીએ તો જરૂર નિદ્રા ઘટે જ. પૈસાની વિચારણા કરતાં કરતાં ઉંઘ ઉડી ગઇ હોય અથવા ઉડી જતી હોય એવું વ્યવહારમાં ઘણીવાર બને છે તો નવકાર આદિ ગણતાં પુણ્ય પાપના પદાર્થનું ચિંતન કરતાં ઉંઘ ઉડી ગઇ હોય એમ કેમ નથી બનતું ? અનુકૂળ પદાર્થોનો આપણા અંતરમાં જ રસ છે એની અપેક્ષાએ જ્ઞાનના પદાર્થનો આપણા અંતરમાં રસ કેટલો ? માટે જ્ઞાન તંતુઓનો ઉપયોગ ક્ષયોપશમભાવ રૂપે ચાલતો હોય તેને દબાવીને ક્ષયોપશમ ભાવને ઓછો કરવાનું કામ અથવા એ ક્ષયોપશમનો નાશ કરવાનું કામ આ પાંચ પ્રકારની નિદ્રા પાપ પ્રકૃતિઓ જે કહેલ છે તે કરી રહેલી છે.
કોઇ ન ઉંઘનારને આપણે પરાણે ઉંઘાડીએ તો કેટલીકવાર તીવ્રરસે દર્શનાવરણીય કર્મ બાંધી બેસીએ એવું પણ બને અને ભવાંતરમાં સદા ઉંઘતા એવા એકેન્દ્રિયપણામાં જવું પડે એવો કર્મબંધ પણ કરી બેસીએ કોઇને બિમારીમાં ઉંઘ ન આવતી હોય તો ઉંઘવાનું કહેવા કરતાં જરા આડા પડો એમ કહી શકાય આવી વ્યવહારૂ ભાષા પણ જ્ઞાનીઓએ બતાવી છે. ઉંઘવાનું બોલીને તથા આરામ કરો બોલીને પણ પાપ બાંધીએ છીએ. નાના બાળકને ઘોડીયામાં હીંચકા નાખીને સુવાડવામાં પણ દર્શનાવરણીય કર્મ બંધાય છે.
વજસ્વામીજીનો જીવ, બાપાએ દીક્ષા લીધી છે નહિતર ઘરે હોત તો કેટલો સારો જન્મ મહોત્સવ કરત એ શબ્દો સાંભળીને સુતા સુતા પણ સજાગ થઇ ગયા. માએ બાપને આપ્યા પછી સાધ્વીજીઓના મકાનમાં એટલે ઉપાશ્રયમાં રહીને ઘોડીયામાંને ઘોડીયામાં સજાક રહી નાની ઉંમરમાં અગ્યાર અંગ ભણ્યા.
માટે વિચારો બદલીને, વહેવારમાં ભાષાના શબ્દો બદલી નાંખો. તો એજ ક્રિયા કરતાં દર્શનાવરણીય કર્મ તીવ્રરસે બંધાય નહિ. ગીતાર્થ ગુરૂ ભગવંતો કે કેવલી ભગવંતો સૂતા નથી. શરીરને આડુ પાડીને પણ પદાર્થોની ચિંતવના કરતાં સ્વાધ્યાયાદિ જ કયાં કરે છે અંતરથી સજાગ રહેતા હોય છે આપણી સજાકતા કેટલી છે ?
જે જીવને જ્યારે ઉંઘવું હોય ત્યારે ઉંઘી શકે અને જાગવું હોય ત્યારે જાગી શકે તેવા શરીરવાળા જીવને નિરોગી શરીરવાળા કહેવાય તેવા શરીરમાં થાકોડો પણ લાગે નહિ. આપણે નિદ્રા ઘટાડવાનો પ્રયત્ન કરીએ છીએ ખરા ? જે જીવોની ઉંઘ શ્વાન એટલે કૂતરા જેવી હોય તેને જ્ઞાનીઓ નિદ્રા કહે છે. તેમાં નિદ્રાનો રસ બહુ અલ્પ હોય છે. આ નિદ્રાઓનાં ભેદોમાં જેવો અભ્યાસ પાડીએ એવી નિદ્રા થતી હોય છે.
Page 42 of 126
Page #43
--------------------------------------------------------------------------
________________
નિદ્રા નિદ્રા
જે જીવોને ઉંઘ આવી ગયા પછી ઉઠાડવા માટે ઘણી મહેનત કરવી પડે. વારંવાર પ્રયત્ન કરવો પડે, ઢંઢોળવા પડે તેને નિદ્રા નિદ્રાનો ઉદય કહેવાય છે. આ નિદ્રા પહેલી નિદ્રા કરતા વધારે રસવાળી ઉદય પ્રકૃતિ કહેવાય છે માટે અધિક પાપવાળી કહેવાય છે.
આ નિદ્રાનો ઉદયકાળ જીવોને છઠ્ઠા પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક સુધી હોય છે બંધમાં પહેલા અને બીજા બે ગુણસ્થાનકે બંધાય છે.
પ્રચલા
જીવોને બઠા બેઠા કે ઉભા ઉભા ઉંઘ આવે એટલે ઝોકું આવે તે પ્રચલા દર્શનાવરણીય કર્મ કહેવાય છે. સામાન્ય રીતે ઝોકું આવે અને તરત જ જતું રહે છે. લાંબાકાળ સુધી આ નિદ્રાનો કાળ ટકતો નથી માટે પ્રચલા કહેવાય છે પણ જે વિષયની વાતો ચાલતી હોય તે વિષયના જ્ઞાનતંતુઓની વિચારણાને એક્દમ ઝોકું આવતા નષ્ટ કરી નાંખે છે. શું વિચારો ચાલે છે શું બોલું છું ? ક્યાં બેઠો છું એ કાંઇ તે વખતે યાદ રહેતું નથી માટે તેને જ્ઞાનીઓએ પાપ પ્રકૃતિ કહેલી છે. આ નિદ્રા એટલે પ્રચલા. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી બંધાય છે અને બારમા ગુણસ્થાનકના ઉપાન્ય સમય સુધો ઉદયમાં હોય છે એમ કહેવાય છે. સામાન્ય રીતે ક્ષપક શ્રેણી પ્રાપ્ત કર્યા પછી શુક્લ ધ્યાન હોવાથી નિદ્રા કે પ્રચલા હોતી નથી પણ આ ધ્યાનમાં નિદ્રાનો ઉદય કેટલાક આચાર્યો માને છે એનું કારણ એ જણાય છેકે ક્ષપક શ્રેણીથી જીવ પાછો પડવાનો જ નથી માટે નિદ્રાનો કે પ્રચલાનો ઉદય આ જીવોને કાંઇ નુક્શાન કરી શકે એમ ન હોવાથી ઉદય નિક્ળ બની જાય છે માટે રહે તો વાંધો નથી આથી બારમા ગુણસ્થાનક સુધી ઉદય કહેલો છે.
શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓને છદ્મસ્થ પર્યાય રૂપ સંયમમાં મોટાભાગે આ નિદ્રાનો ઉદય એટલે પ્રચલાનો ઉદય કામ કરતો હોય છે છતાં પણ પોત પોતાના પદાર્થના ચિંતનમાંથી જરાય પાછા પડતા
નથી. એકાગ્ર ચિત્ત સુંદર રીતે જાળવી શકે છે. આ ઉદય પણ સર્વઘાતી રસવાળો જ હોય છે.
પ્રચલા પ્રચલા
ચાલતાં ચાલતાં જે જીવો ઉંઘતા હોય છે તેઓને પ્રચલા પ્રચલા નિદ્રા કહેવાય છે. હાથી હંમેશા મોટા ભાગે ચાલતા ચાલતા ઉંઘતો જ હોય છે. મહાવત જ્યારે જગાડે ત્યારે જાગે છે કેટલાક જીવો ગાડી ચલાવતાં ચલાવતાં પણ ઉંઘતા હોય છે અને એ ઉંઘના કાળમાં હું ક્યાં છું ? ક્યાં બેઠો છું ? શું કરી રહ્યો છું ? એ કાંઇ ખ્યાલ હોતો નથી માટે એકસીડન્ટા ઘણાં થતાં જાય છે. આ ઉદયકાળમાં તીવ્રરસ સર્વઘાતીનો હોય છે માટે આનો ઉદયકાળ છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. પહેલા અને બીજા બે ગુણસ્થાનક સુધી બંધાય છે.
થીણધ્ધી નિદ્રા :- દિવસે ચિંતવેલું કામ અધુરૂં હોય તે કરવાની વિચારણા કરીને સૂઇ જાય પછી રાતના ઉંઘના કાળમાં ઉઠીને જે કામ કરવાનું, જ્યાં કરવાનું હોય તેનાં સાધનો ચાવીઓ લઇ બારણા ખોલી તે સ્થાનમાં જાય, પેઢી ખોલી જે કામ કરવાનું હોય તે જલ્દી કરી પેઢી વાસી ઘરે આવી સાધનો ઠેકાણે મુકીને સુઇ જાય તે થીણધ્ધી નિદ્રા કહેવાય છે. આ નિદ્રાના ઉદયકાળમાં એને કશી ખબર પડતી નથી માત્ર રાતના આવા પ્રકારનું સ્વપ્ત આવ્યું હતું એવો એને કાંઇક ભાસ થાય. આ નિદ્રાના ઉદય કાળમાં ચક્રવર્તીના વખતના કાળમાં બળદેવ કરતાં અડધું બળ પેદા થાય છે. અત્યારે વર્તમાનમાં કોઇને આ
Page 43 of 126
Page #44
--------------------------------------------------------------------------
________________
નિદ્રાનો ઉદય થાય તો પોતાના બળ કરતાં આઠગણું અધિક બળ પેદા થઇ જાય છે માટે તે પકડી શકાતા નથી. આ નિદ્રાના ઉદયવાળા જીવો મોટેભાગે નરકગામી હોય છે એટલે નરકમાં જવાવાળા હોય છે માટે આવા જીવો સાથે કોઇ વ્યવહાર કરાય નહિ. સાધુપણામાં આવા જીવો કદાચ આવી ગયા હોય તો તેમને સમજાવીને ઘરે રવાના કરવાનું વિધાન છે કારણ કે કોઇવાર કોઇ સાધુની સાથે કષાય થઇ ગયો હોય તો. રાતના આ નિદ્રાના ઉદયકાળમાં સાધુની હત્યા કરી નાંખે એવું બને માટે તેઓને રખાતા નથી.
આના ઉપરથી વિચાર એ કરવાનો કે બીજા દિવસનું આગળના દિવસોનાં પ્લાનીંગ કરી રાખવામાં આવે છે તે કરી રખાય નહિ અને એવા પ્લાનીંગ રાખી વિચારીને સુવાય નહિ એ માટે મનુષ્ય જન્મ મલ્યા છે ? યાત્રા માટેનાં પ્લાનીંગ એકલી યાત્રાના નથી હોતા માટે રાતના સુતા પહેલા ન કરાય તો સારું જો યાત્રા. સાથે વહેવારની વાતો વિચારે તો પાપાનુબંધિ પુણ્ય બંધાય છે.
રાતના વિચારમાં ટેન્શન કરવા થકી બીજા સાથે સુનારાનેય ચિંતાને ટેન્શન પેદા કરાવે એવું બને છે માટે એ વિચારણાઓ રાતના કરવાનો નિષેધ છે. બાકી તો જે થવાનું છે તે તે પ્રમાણે જ થવાનું છે. આપણા વિચાર મુજબ થવાનું નથી તો શા માટે આવી વિચારણાઓ કર્યા કરવી.
આ પાંચે નિદ્રામાંથી આપણને કયી નિદ્રાનો ઉદયકાળ ચાલે છે તે આપણે વિચારવાનું છે. નિદ્રા અને પ્રચલા અભ્યરસવાળી છે એ નિદ્રા લાવવી આપણા હાથની વાત છે જ્યારે બાકીની ત્રણ અધિક રસવાળી હોય છે.
દર્શનાવરણીયની નવ પ્રકૃતિઓનો બંધ પહેલા અને બીજા ગુણસ્થાનકે ચાલુ જ હોય છે. ઉદય છઠ્ઠા સુધી નવેનો ચાલુ જ હોય છે.
નિદ્રા નિદ્રા-પ્રચલા પ્રચલા-થીણધ્ધી આ ત્રણ સિવાય દર્શનાવરણીયની છ પ્રકૃતિઓનો બંધ ત્રીજાથી. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ચાલુ જ હોય છે અને નિદ્રા પ્રચલા સિવાય બાકીની ચાર પ્રકૃતિઓનો બંધ આઠમાના બીજાથી દશમા સુધી સતત ચાલુ હોય છે. જ્યારે છનો ઉદય સાતમાથી બારમાના ઉપાજ્ય સમય સુધી હોય છે. ચારનો ઉદય બારમાના અંત સમયે જ જીવોને એકજ સમયે હોય
છે.
અશાતા વેદનીય
લાભાંતરાય કર્મના ઉદયથી અનુકૂળ પદાર્થોને બદલે પ્રતિકૂળ પદાર્થોની પ્રાપ્તિ થયા કરે લાભને બદલે ગેરલાભ મેળવી પોતાના આત્માને જીવ દુ:ખી કરતો જાય તે અશાતાવેદનીય કહેવાય છે. જેમ જેમ મહેનત કરે તેમ તેમ સળતાની જગ્યાએ નિળતા પ્રાપ્ત થયા કરે તે અશાતા વેદનીય કર્મ કહેલ છે. શરીરમાં રોગાદિ પેદા થતાં જાય-રોગ સહન ન થતો હોય-તેનો અંતરમાં બળાપો રહ્યા કરતો હોય તેનેય અશાતા વેદનીય કર્મ કહ્યું છે.
અનુકૂળ પદાર્થોમાં જીવને સંતોષ અને આનંદની લાગણીને બદલે અસંતોષ જ રહેતો હોય તે પણ અશાતાનો ઉદય ગણાય છે. જીવને સહન કરવાને બદલે ગ્લાની પેદા થાય તે પણ અશાતાના ઉદયથી જો જીવ સહન કરવાની ટેવ ન પાડે તો સંતોષાદિ પેદા થવાને બદલે અસંતોષ આદિ પેદા થાય-થયા કરે એ પણ અશાતાનો ઉદય. આ ઉપરથી નિશ્ચિત થાય છે કે અશાતા વેદનીય ત્રણ પ્રકારે જીવને હેરાન કરે.
(૧) શરીરમાં રોગાદિ પેદા થાય ત્યારે સહન કરવાને બદલે ગ્લાનિ પેદા થાય તે અશાતા. (૨) અંતરાય કર્મના ઉદયથી કામમાં સફળતાને બદલે નિષ્ફળતા મળતી જાય તેનાથી ગ્લાનિ પેદા
Page 44 of 126
Page #45
--------------------------------------------------------------------------
________________
થાય તે.
(૩) મોહનીય કર્મના ઉદયથી સંતોષને બદલે અસંતોષ પેદા થયા કરે હજી વધારે મલે તો સારું એમ ગ્લાનિનો અનુભવ થયા કરે તે અશાતા.
આ ત્રણે કારણથી જે પ્રમાણે અંતરાય કે મોહનીય કર્મનો તીવ્રરસ બાંધ્યો હોય તે પ્રકારે અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવે છે. તેનાથી બચવા માટે સહન કર્યા કરવું. સહજતાથી, સમતાથી સહન કર્યા કરવું એજ કલ્યાણકારી ઉપાય છે બાકી તો અશાતા વેદનીયનો અભ્યરસ ભોગવવા લાયક લઇને આવ્યો હશે પણ સહન કરવાની વૃત્તિ નહિ કરે અને ગ્લાનિ કર્યા જ કરશે તો અશાતા વેદનીય તીવ્રરસે બાંધી દેશે. માટે ધર્મક્રિયામાં લીનતા લાવી ભક્તિ કરતાં કરતાં શાતા વેદનીય તીવ્ર રસે બાંધેલી હશે તો અશાતાના ઉદયકાળમાં જીવ શાતાનો અનુભવ કરી શકશે.
પાણીની ભમરીમાં માણસ ફ્લાઇ જાય તો શું થાય ? માણસ મરી જાય એમાંથી નીકળવાનો કોઇ રસ્તો મલે નહિ એવી જ રીતે મોહરાજાની પાપની ભમરીઓમાં ક્સાઇ ગયા તો ત્યાંથી બહાર નીકળવાનો. કોઇ રસ્તો મલશે નહિ. શરીરમાં કોઇ રોગ નથી. લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ ભાવ પણ છે છતાં એક મોહનીય કર્મના ઉદયથી જીવ અસંતોષ અને મલે તેમાં ઓછું ઓછું માનીને ગ્લાનિમાં જ જીવ્યા કરે તે અશાતાથી જીવતો જાય છે એમ કહેવાય છે.
દીકરાને ભણાવી ગણાવીને મોટો કર્યા પછી કમાતો થાય અને એ તમારાથી મોટું વી દે તો તે દુ:ખ ખમી ખાવાની તાકાત કેળવશો ? કેળવી છે ? તેનો પુણ્યોદય છે અને આપણો પાપોદય છે માટે આમ બને છે તેમાં એનો શું દોષ એમ માનીને સહન કરી લેવાનું ખરૂં? પત્નિ એટલે પોતાની પત્નિ બે શબ્દો કડક કહે તોય સાંભળી લેવાનું મારા સારા માટે જ કહે છે. એમ માનીને સહન કરી લેવું. આવા ટાઇમે
ગ્લાનિ કરીએ તો અશાતા તીવ્રરસે બંધાય અને એજ મારે પાછું ભોગવવું પડશે માટે સહન કરી લઉં એવો વિચાર ખરો કે બોલવા જાય તો બીજી ચાર સાંભળવી પડે એમ છે માટે સહન કરી લઉં એ ભાવ હોય છે ? જો એ ભાવ હોય તો સહન કરવા છતાંય અશાતા તીવ્રરસે બંધાતું જાય છે. શાતા અશાતાં બન્નેમાં સાવધગિરિ રાખીને પોતાનું જીવન જીવે તેનેજ આત્મિક ગુણનું દર્શન થઇ શકે. પાપનાં રસનાં ઉદયના કારણે જ આપણો સંસાર ચાલે છે, વધે છે. દા.ત. એક જ પ્રકારના ડક શબ્દો દીકરી બાપને કે માને બોલી હોય અને એજ શબ્દો ઘરમાં દીકરાની વહુ બોલી હોય તો તે બન્નેનાં શબ્દો સાંભળતા અંતરમાં
ગ્લાનિ દુ:ખ કોના શબ્દોથી થાય ? કહોને કે વહુના શબ્દોથી એ આવું કેમ કહી શકે બોલે જ કેમ એતો. હજી કાલની આવેલી છે ! આવા વિચારો જેમ જેમ કરતાં જાય તેમ તેમ અશાતા તીવ્રરસે બંધાય ગમે તેટલી. શાતાની સામગ્રી મલી હોય છતાં તમને શાતાનો અનુભવ ક્યાંથી થાય ? દિકરી અને વહુ બન્ને પ્રત્યે અંતરમાં સમભાવ ખરો ? બે દિકરાઓ હોય તો પણ બન્ને પ્રત્યે સમભાવ નથી હોતો તો પછી બીજાની ક્યાં વાત કરવી ? આવી ગ્લાની પેદા થયે એના કારણે મોહનીય કર્મના ઉદયથી-રાગાદિ પરિણામના કારણે ખોટું લાગી-જવાથી લાંબી માંદગી પેદા થયેલી હોય એનાથી બાપ સામે દીકરાના જ ગુણ ગવાતા હોય ત્યારે પણ અંતરમાં ગ્લાની અનુભવાય તેનાથી જ અશાતા વેદનીયનો તીવ્રરસ બંધાઇ જાય છે.
માટે શાતા અશાતા બન્નેમાં જીવન જીવતા શીખવાનું કહ્યું છે. શાતાના કાળમાં આનંદ નહિ અને અશાતાના કાળમાં ગ્લાનિ નહિ મને પુણ્યના ઉદયથી જેટલું મલવાનું હતું જેવું મલવાનું હતું તેવું કહ્યું છે અમ સમજીને જીવવાનું.
અંગ ઢાંકવા માટે કપડું જોઇએ એ મલે શાતાના ઉદયથી તેમાં આવું જોઇએ આની સાથે આ મેચીંગ
Page 45 of 126
Page #46
--------------------------------------------------------------------------
________________
જોઇએ. મેચીંગ વગર તો ચાલે જ નહિ એમ વિચારવાનું નહિ. આટલું ય મલે છે ને ? બીજાને એ પણ મલતું નથી માટે જે મલે તેમાં ચલાવી લેવાની તાકાત છે ને ?
સુખના કાળમાં અને દુઃખના કાળમાં સમાધિ રાખીને જે જે ગ્રહસ્થો જીવી ગયા એઓનાં ચરિત્રો (જીવન ચરિત્રો) છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકમાં રહેલા મહાત્માઓને લખવાનું મન થયું અને લખ્યા શાથી ? એ જીવો ઉંચા પરિણામવાળા હતા માટે જ મનથી લખ્યા. અનેક જીવોને લાભનું કારણ જાણી એ લખો શક્યા.
શાતા વેદનીયના ઉદયકાળમાં નિર્લેપ રીતે જીવીએ તો અશાતાના ઉદયકાળમાં સમતા ભાવ પેદા થઇ શકે માટે શાતાના ઉદયકાળમાં રાગાદિનો સંયમ કરીને જીવન જીવતાં શીખવું જોઇએ કે જેથી અશાતાના ઉદય કાળમાં ગ્લાનિ ન થાય અને સમતા આવે. શાતાના ઉદય કાળમાં રાગ કરીને જીવવાથી અશાતા ના ઉદયકાળમાં સમતા આવશે નહિ. અર્થાત્ અશાતા સમતાથી ભોગવી શકાશે નહિ.
શાતા અશાતા સમતા ભાવે ભોગવવા માટે પહેલા નંબરે વિચાર કરવાનો કે આ બધું પુણ્ય છે તો મળ્યું છે અને જે દિ' પુણ્ય પુરૂં થશે તે વખતે જતું રહેશે માટે તેમાં રાગાદિ ન થાય તેની કાળજી, બીજા નંબરે શરીર એ આત્માથી ભિન્ન છે એ જ્ઞાન આત્મામાં જબરજસ્ત રીતે સ્થિર થવું જોઇએ.
ગજસુકુમાલ રાજકુમારે પોતાની આખી જીંદગી સુખમાં વીતાવી. ભર જુવાન વયે બધા અનુકૂળ સુખોને સારી રીતે ભોગવી રહ્યો છે પણ જ્યાં નેમનાથ ભગવાન દ્વારકા નગરીની બહારના ઉધાનમાં પધાર્યા છે અને શ્રી કૃષ્ણ મહારાજા પોતાના પરિવાર સાથે દેશના સાંભળવા માટે ગયા છે તેમાં આ ગજસુકુમાળ પણ સાથે છે. ભગવાનની એક જ વાર દેશના સાંભળતાની સાથે વૈરાગ્યભાવ પેદા થઇ ગયો શાથી ? કહો કે સુખોને નિર્લેપતા થી ભોગવતા હતા માટે ને ? સંયમની ભાવના જાગી, ભગવાન પાસે, ભગવાનના હાથે સયમનો સ્વીકાર કર્યો અને ભગવાનને કહ્યું કે ભગવન્ મારે મોક્ષ જોઇએ છે. કયા ઉપાયથી મને જલ્દી મોક્ષ મળે એ ઉપાય બતાવો. ભગવાને કહ્યું કે-જો આજે જ મોક્ષ જોઇતો હોય તો સ્મશાનમાં જા-કાઉસ્સગ ધ્યાને ઉભો રહે-જે જે કાંઇ પરિષહ ઉપસર્ગ આવે તે વેઠી લેજે તને મોક્ષ મલી જશે. ગજસુકુમાલ મુનિ તહત્તિ કરીને નીકળ્યા અને સાંજે જ ઉપસર્ગ આવ્યો. પોતાના સોમિલ નામના સસરાએ માટીની પાળ માથા ઉપર બાંધીને ખેરના અંગારા સળગાવીને માથા ઉપર મુક્યા એમાં જે વેદના થઇ તે વેદના સહન કરી લેતાં તેજ દિવસે કાળધર્મ પામી સકળ કર્મથી રહિત થઇ મોક્ષે ગયા. વિચારો. સુખનો શાતા વેદનીયનો કાળ નિર્લેપ રીતે ભોગવેલો ન હોય તો દેશનાથી વૈરાગ્ય થાય ? એ વૈરાગ્યના કારણે સુખના પદાર્થોમાં સુખ નથી પણ એકાંતે દુઃખ જ છે માટે મારે મારા આત્માનું સંપૂર્ણ સુખ જોઇએ છે.
જે રીતે મલે તે રીતે આજે જ જોઇએ છે એ વિચાર ક્યારે આવે ? અને તે વિચારથી અશાતાના ઉદયથી જે દુઃખ આવ્યું તે સમતા ભાવથી વેઠી શક્યાને ? તો તે વેઠવાથી તે જ ભવમાં મોક્ષે ગયાને ? માટે જ જ્ઞાનીઓ કહે છે કે અશાતાના ઉદય કાળમાં જેટલી સમતા રાખીશું એટલું જલ્દી જરૂર કલ્યાણ થશે જ. કારણ કે થોકની થોક સકામ નિર્જરા ચાલુ જ થઇ જવાની અને સારોકાળ હોય તો બધા ઘાતી કર્મોનો નાશ થતાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને અઘાતીનાં નાશથી મોક્ષ થઇ જ જવાનો કદાચ એવો કાળ ન હોય તો અહીંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ત્યાંથી મોક્ષ એ પણ ન બને તો ત્રીજા ભવે મોક્ષ થવાનો જ. માટે સમતા રાખીને સહન કરતાં શીખવું એજ શ્રેયકારી છે ને ?
એવી જ રીતે સ્કંધક મુનિ પાંચસો શિષ્યો સાથે જે ગામમાં આવ્યા છે તે ગામમાં રાજાએ પાંચસો સાથે ઘાણીના યંત્રમાં પીલવાનો હુકમ કર્યો છે તેમાં બધા સાધુઓ અને બાલમુનિઓને એ ઉપસર્ગ જે
Page 46 of 126
Page #47
--------------------------------------------------------------------------
________________
આવ્યો તે વેઠવામાં આનંદ આવે છે. કોઇને પણ રાજા પ્રત્યે કે મંત્રી પ્રત્યે દ્વેષ આવતો નથી પોતાના કર્મોને યાદ કરીને રાજીથી ઘાણીમાં પીલાતા જાય છે, હાડકા તૂટતાં જાય છે, લોહીની નદીઓ વહે છે છતાં એ દુ:ખા વેઠવામાં આનંદ અને સમતા રાખીને હું પહેલો, હું પહેલો મને પહેલાં લ્યો એમ કહીને એક એક મોક્ષે જાય છે કેવો આનંદ અશાતાન વેઠવામાં આવતો હશે ? મોક્ષ માટેની તાલાવેલી કેટલી હશે ? એ જીવોની અપેક્ષાએ આપણને આજે જે આવી સુંદર સામગ્રી મળેલી છે તેનો આનંદ કેટલો પેદા થાય છે ? ઉભી કરીને અશાતા વેઠતાં નથી પણ કર્મના ઉદયથી જે અશાતા આવે તે પણ સમતા પૂર્વક વેઠવાની તૈયારી કેટલી ? એ વિચારો.
એવી જ રીતે રાજગૃહી નગરીમાં માસખમણને પારણે મેતારજ મુનિ સોનીને ત્યાં ગોચરી આવ્યા છે. સોની જવલા ઘડતાં ઘડતાં ઉક્યો છે અને મહાત્માને સારા ભાવથી વહોરાવે છે મહાત્મા બહાર નીકળે છે અને ત્યાં રહેલું ક્રૌંચ પક્ષી ઘડેલા જવલા ગળી જાય છે. મુનિ જૂએ છે. સોની જ્વલા શોધે છે મળતાં નથી. મહાત્મા પ્રત્યે શંકા જાય છે અને પૂછે છે જ્વલા ક્યાં ગયા કોને લીધેલાં છે ? જો આપે લીધા હોય તો આપો. મહાત્મા મૌન રહે છે. જો આ વખતે સાચું કહે તો ક્રૌંચ પક્ષીના ઘાતનું પાપ લાગે છે માટે બોલતા નથી. સોની કડક થઇ ઉપસર્ગ કરે છે. તડકે ઉભા રાખી વાધડ વીંટાળી દુ:ખ આપે છે મહાત્મા ધર્મ ધ્યાનમાં સ્થિર થઇ સહન કરે છે અને કેવલજ્ઞાન પામી મોક્ષે જાય છે. ક્રૌંચ પક્ષીએ વીષ્ટામાં જ્વલા કાઢયા દેખી સોની પશ્ચાતાપ કરી તે ઓઘો મુહપત્તી લઇ સાધુ થાય છે. અહીંવિચારો એક પંચેન્દ્રિય જીવની રક્ષા ખાતર અશાતા વેદનીયથી આવેલા પરિષહને સહન કરી મોક્ષે ગયા. વર્તમાનમાં આપણી સ્થિતિ આ મહાપુરૂષોની અપેક્ષાએ કેવા પ્રકારની છે એ વિચારો. કોઇની વાત થોડી પણ સહન કરતાં શીખ્યા છીએ ખરા ?
આપણી ભૂલ નથી છતાં જાણીએ છીએ કે બીજાએ ભૂલ કરી છે અને આપણને જ ઠપકો આપે કે તેંજ ભૂલ કરી છે. આને કષ્ટ તો સમતાથો ભૂલ ન કરી હોવા છતાં મિચ્છામિ દુક્ક દઇ ભૂલનું પ્રાયશ્ચિત લઇ જે કાંઇ કષ્ટ આવે તે વેઠવા તૈયાર થઇએ ખરા ? કે જે હોય તે કહી દઇએ અને ઠપકો આપનારને પણ શું કહીએ ? તો પછી આપણું કલ્યાણ ક્યારે થશે ? અને ઠેકાણું ક્યારે પડશે. એનો વિચાર કરીએ છીએ ખરા ?
કેટલીકવાર આપણે તો શરીરને કષ્ટ ન પડે તેમ જૂઠું બોલીને અશાતાથી બચવા પ્રયત્ન કરીએ એવા છીએ ને ? મારા પાપનો ઉદય છે એમ પણ વિચારતા નથી ને ? એવો આપણા અંતરનો સ્વભાવ વિભાવ દશા રૂપે પાડી દીધેલો છે ને ? આવા વિચારોથી અશાતા વેદનીયનો તીવરસ બાંધ્યા જ કરીએ છીએ ને ?
આજે મોટાભાગે શરીરની અશાતા કરતાં મનની અશાતા વધારે છે એમ લાગે છે ? અશાતા જીતવી એટલે સમતા ભાવે વેઠવી. દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતાં કરતાં આપણે શીખવાનું આ છે. મનની અશાતાને સમતા ભાવે ભોગવવાનો અભ્યાસ પાડવાનો છે. મનની અશાતા કર્યા વગર ગમે તેટલા કષ્ટ સહન કરીએ તેમાં ચિત્તની પ્રસન્નતા ડગે નહિ તો આપણા બંધાયેલા અસંખ્યાતા કે અનંતા ભવોનાં દુ:ખોનો ભુક્કો બોલી જાય એવી તાકાત અત્યારે કરેલી આરાધનાની ભક્તિમાં રહેલી છે. આવી રીતે ભક્તિ કરીએ છીએ ખરા ? આવા પરિણામ પેદા કરવાનાં ધ્યેય પૂર્વક ભક્તિ કરીએ છીએ ખરા ?
સુખના કાળ માટે દુ:ખના કાળમાં પ્રસન્નતા હણાય નહિ એવો પ્રયત્ન કરે એવા જીવોને જ મનની શાતા ભોગવતા આવડે છે એમ કહેવાય ! ચિત્તની પ્રસન્નતા એજ ભક્તિનું અખંડિત ળ છે અને તે થકી જ અસંખ્યાતા કે અનંતા ભવોનાં દુ:ખોનો નાશ થઇ શકે છે. માટે જ્ઞાની ભગવંતો કહે છેકે એકવાર ચિત્તની. પ્રસન્નતા પેદા થઇ જાય એટલે વધારેમાં વધારે સંખ્યાતા ભવોમાં મુક્તિ નિશ્ચિત થઇ જાય એટલે એ જીવ
Page 47 of 126
Page #48
--------------------------------------------------------------------------
________________
સંખ્યાતા ભવોમાં મોક્ષે જાય જાય ને જાય જ. બોલો આ પ્રયત્ન કરવો છે ?
અશાતા વેદનીય એક એક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તે છઠ્ઠા ગુણસ્થાનક સુધી પરાવર્તમાન રૂપે એટલે શાતા વેદનીયની સાથે બંધાયાજ કરે છે. તેમાં જો ચિત્તની પ્રસન્નતા પેદા કરીને અશાતા બાંધતા જઇએ તો. અભરસે અશાતા વેદનીય બંધાય છે અને બંધાતી શાતાવેદનીય તીવ્રરસે અને લાંબાકાળ સુધી બંધાયા કરે છે.
અશાતા વેદનીયનો ઉદય ચોદમાં ગુણસ્થાનક સુધી હોય છે. તેરમા ગુણસ્થાનકે ભૂખ લાગે તે અશાતાનો ઉદય ગણાય છે. કેવલી ભગવંતો પણ પોતાના આયુષ્યના ઉદયકાળ સુધી શરીર ટકાવવા માટે આહાર લે છે.
સમ્યફ પૂર્વકની દુકૃત ગહ કરે અને સુકૃતની અનુમોદના કરે તેનાથી સકામ નિર્જરા થાય છે. જ્યારે સમ્યફ વગરની દુકૃત ગહ અને સુકૃતની અનુમોદના પણ જીવને અકામ નિર્જરા કરાવે છે.
આખી જીંદગીમાં આટલા બધા તીર્થોની યાત્રા કરી તેમાં કોઇ તીર્થમાં ચિત્તની પ્રસન્નતા પેદા થઇ હોય કે જેથી ફ્રી ફ્રીને તે તીર્થની વારંવાર યાત્રા કરવાનું મન થયા કરે એવું બને છે કારણ કે એ જીવને લાગે કે મારા માટે આ તીર્થ જરૂર તારનારૂં છે એમ લાગે છે એવું કાંઇ બન્યું છે?
તીર્થમાં જઇને પણ ચિત્તની પ્રસન્નતા પેદા નહીં કરીએ, પેદા થયા પછી ટકાવી ન રાખીએ તો. કલ્યાણ નહિ થાય.
આમ કલ્યાણકારી રસ્તા ઉપર ચઢવા માટેનું બળ પેદા કરવાનું છે. બળ પેદા થયા પછી વાંધો નહિ આવે કારણ કે એ બળને ટકાવવાનો પ્રયત્ન પછી ચાલુ જ રહેવાનો છે.
સુખમાં લીન થઇને ન જીવે અને દુ:ખમાં દીન થઇને ન જીવે આવો અનુભવ થવા માંડે અને જીવન જીવાય ત્યારે ચિત્તની પ્રસન્નતા થઇ કહેવાય.
દા.ત. બહુ તરસ લાગી અને ગરમા ગરમ પાણી પીવા મલે તો મોટું જરાય ન બગડે પ્રસન્નતા પૂર્વક પીવાય ત્યારે સમજવું ચિત્તની પ્રસન્નતા પેદા થઇ કહેવાય. એવી જ રીતે સુખના કાળમાં સુખના પદાર્થોમાં પણ લીનતા ન આવે અને ભોગવાય એ પણ ચિત્તની પ્રસન્નતા કહેવાય છે. જ્યારે આપણા આત્માનું કલ્યાણ કરવું હશે ત્યારે આ રીતે ચિત્તની પ્રસન્નતા પેદા કરી એને ટકાવવાની શરૂઆત કરવી જ પડશે.
આ રીતે અત્યાર સુધીમાં
જ્ઞાનાવરણીયના પાંચ ભેદ, દર્શનાવરણીયના નવ ભેદ અને વેદનીય કર્મનો ૧ ભેદ એમ ૧૫ ભેદો પાપ પ્રકૃતિનાં જોયાં.
મોહનીય કર્મનાં - ૨૬ ભેદો અથવા ૨૮ ભેદો પાપ પ્રકૃતિ રૂપે ગણાય છે. મિથ્યાત્વ, અનંતાનુબંધિ આદિ ૧૬ કષાયો.
હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ એમ ૨૬ ભેદો થાય છે. અનું વર્ણન હવે શરૂ થાય છે.
મોહનીય દમ
આ કર્મ સર્વ કર્મોમાં મુખ્ય કર્મ છે. આખું જગત આ કર્મના ઉદયથી એમાં ઓતપ્રોત થયેલું હોય છે. કે જેથી તેનો સંસાર વધારતા જાય છે. માટે જ્ઞાની ભગવંતોએ આ કર્મને સઘળા કર્મોમાં રાજા સમાન કર્મ કહેલ છે. આ કર્મના ઉદયને આધીન થયલા જીવો પોતાના આત્મામાં ગુણરૂપે રહેલ વિવેક દ્રષ્ટિને પેદા થવા
Page 48 of 126
Page #49
--------------------------------------------------------------------------
________________
દેતાં નથી. એટલે આત્મામાં રહેલા વિવેકગુણમાં મુંઝવણ પેદા કરાવે તેને મોહનીય કર્મ કહેવાય છે. આ કર્મના મુખ્ય બે ભેદો છે.
(૧) દર્શન મોહનીય કર્મ, (૨) ચારિત્ર મોહનીય કર્મ.
(૧) દર્શન મોહનીય કર્મ :- એટલે જીવોને સાચી કે ખોટી કોઇપણ પ્રકારની જે શ્રદ્ધા એટલે આત્મિક ગુણને પેદા કરવામાં જે ઉપયોગી થાય તેવી જે શ્રદ્ધા તે સાચી શ્રદ્ધા ગણાય છે. જ્ઞાનાવરણીય કર્મ આત્મિક ગુણને આંખે પાટા બાંધવા જેવું જ્ઞાની ભગવંતોએ કહેલું છે. દરેક જીવના આત્મપ્રદેશો અસંખ્યાતા અસંખ્યાતા હોય છે. તે દરેક આત્મ પ્રદેશો એટલે કે એક જીવ અસંખ્યાત આકાશ પ્રદેશની જગ્યામાં (અવગાહનામાં) રહે છે. તે અસંખ્યાતા આત્મ પ્રદેશોમાંથી મધ્યના આઠ આત્મ પ્રદેશો કે જે ગાયના આંચળની જેમ ચાર ઉર્ધ્વદિશા બાજુ અને ચાર અધો દિશા બાજુ એમ રહેલા છે. તે આઠે આત્મ પ્રદેશો સદા માટે સંપૂર્ણ કર્મરહિત કેવલજ્ઞાનથી યુક્ત હોય છે. એટલે સિદ્ધ પરમાત્મા જેવા એ નિર્મળ-સ્વચ્છ આત્મ પ્રદેશો હોય છે. એ સિવાયના બાકીના અસંખ્યાતા આત્મ પ્રદેશો આઠેય કર્મના પુદ્ગલોથી અવરાયેલા એટલે દબાયેલા હોય છે. તેમાં જ્ઞાનાવરણીય કર્મના પુદ્ગલો એક એક આત્મ પ્રદેશ ઉપર આંખે બાંધેલા પાટાની જમ ગોળ ગોળ વીંટળાઇને રહેલા હોય છે. અત્રે હાથ-પગ-નાક અને કાન
આદિનો પાટો ન લેતાં આંખનો પાટો લીધો છે તેનું એ કારણ જણાય કે મનુષ્યની આંખની રચના એવા પ્રકારની રહેલી છે કે બે આંખોની વચમાં નાક આવેલું હોવાથી પાટો બાંધતા નાકનું ટેરવું વચમાં આવે છે. અને તેના કારણે આંખે ગમે તેટલા પાટા બાંધવામાં આવે તો પણ એ નાકના ટેરવાની નીચેનો અને આંખની બાજુનો ભાગ ખુલ્લો જ રહે છે. ત્યાંથી સોય કે ટાંકણી પાટાની અંદર પેસાડવામાં આવે તો જઇ શકે છે પણ પાટો ફાટતો નથી કે પાટાને કાણું પડતું નથી. જ્યારે નાકને-મુખને-કાનને કે હાથને પાટો બાંધવામાં આવે તો તેમાં જરાય જગ્યા રહેતી નથી અને સોય વગેરે અંદર જવા દેવા હોય તો પાટાને કાણું પાડવું પડે છે. આ કારણથી આંખના પાટાથી જણાય છે કે જ્ઞાનાવરણીય કર્મના પુદ્ગલો આત્મા ઉપર ગમે તેટલા પડલ એટલે પાટા રૂપે રહેલા હોય તો પણ આખની જેમ આત્માને જે જ્ઞાન ગુણ તેનો અનંતમો ભાગ એટલે અક્ષરનો અનંતમો ભાગ ખુલ્લો જ રહે છે. તે અવરાતો એટલે ઢંકાતો નથી. જો તે ઢંકાઇ જાય તો જીવ અજીવ બની જાય. ચેતન-અચેતન જાણી શકાય નહિ. આથી આંખના પાટા જેવું જ્ઞાનાવરણીય કર્મ જણાવેલ છે એમ જણાય છે. આવરણ કરવામાં સહાયભૂત થાય તેવા પદાર્થોની જે શ્રદ્ધા તે ખોટી શ્રદ્ધા ગણાય છે. આ બન્ને પ્રકારની શ્રદ્ધામાં જીવને મુંઝવણ પેદા કરાવે. સ્થિર થવા ન દે. તેને દર્શન મોહનીય કર્મ
કહેવાય છે.
શરીર-ધન અને કુટુંબ આદિને સુખી કરવાની શ્રદ્ધા રાખીને જે પ્રવૃત્તિ કરાવે તે શ્રદ્ધાના પરિણામ સ્થિરતા રૂપે ન રાખવા દે. તેમાં ચંચળતા, ચપળતા, અસ્થિરતા પેદા કરાવે તે દર્શન મોહનીય કહેવાય તેમ જ હેય એટલે છોડવાલાયક પદાર્થમાં છોડવા જેવી બુધ્ધિ અને ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુધ્ધિ પેદા થયા પછી તેમાં મુંઝવણ પેદા કરાવે એટલે ચંચળતા, અસ્થિરતા પેદા કરાવે તે પણ
દર્શન મોહનીય કર્મ કહેવાય છે.
આ દર્શન મોહનીયના ત્રણ પ્રકારો કહ્યા છે.
(૧) મિથ્યાત્વ મોહનીય, (૨) મિશ્ર મોહનીય (૩) સમ્યક્ મોહનીય.
(૧) મિથ્યાત્વ મોહનીય :- આના ઉદયથી જીવોને વિપરીત બુધ્ધિ પેદા કરાવે એટલે કે જિનેશ્વર
Page 49 of 126
Page #50
--------------------------------------------------------------------------
________________
પરમાત્માએ જગતમાં જોયેલા અને રહેલા પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે નિરૂપણ કરેલ છે, તેને તેવા સ્વરૂપે ન માને પણ તેનાથી વિપરીત રૂપે માને, અર્થાત છોડવા લાયક પદાર્થો જે જોયા છે તે ગ્રહણ કરવા. લાયક રૂપ માને અને જે ગ્રહણ કરવા લાયક રૂપે કહેલા છે તે છોડવા લાયક રૂપે માને તે મિથ્યાત્વ કહેવાય છે. એટલે કે સુદેવ-સુગુરૂ અન સુધર્મને કુદેવ-કુગુરૂ-કુધર્મ રૂપે મનાવે અને સ્વીકાર કરાવે તે મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વના મુખ્ય બે ભેદ છે.
(૧) લૌકિક મિથ્યાત્વ, (૨) લોકોત્તર મિથ્યાત્વ.
૧. લૌકિક મિથ્યાત્વ - અનેક પ્રકારના કહેલા છે. તેમાં મુખ્યત્વે આલોકના અને પરલોકના સુખને માટે તથા આલોકના દુ:ખના નાશને માટે ઇતર દર્શનનાં દેવ-દેવી-સંન્યાસી વગેરેની માનતા માનવી તેમને કહ્યા મુજબ ધર્મની આચરણા કરવી તે લૌકિક મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વના દોષથી-આવી. માનતાઓથી જીવ પોતાનો સંસાર વધારતો જાય છે.
૨. લોકોત્તર મિથ્યાત્વ - સુદેવ-સુગુરૂ અને સુધર્મને તે રૂપે ન આરાધતાં આલોકના સુખના પદાર્થો માટે, પરલોકના સુખના પદાર્થો માટે અથવા આલોકમાં આવેલા દુ:ખનો નાશ કરવા માટે અરિહંતાદિ દેવોની માનતા માનવી, તેમની સેવા ભક્તિ કરવી, એવી જ રીતે સુગરૂ ભગવંતોને પણ એ જ રીતે માનવા-પૂજવા અને તેઓએ બતાવ્યા મુજબ ધર્મ, આરાધના કરવી તે લોકોત્તર મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વના ઉદયથી જીવોને સમ્યકત્વની પ્રાપ્તિ દુર્લભ બનતી જાય છે
અને જીવો પોતાનો સંસાર વધારતા જાય છે.
સ્વ સિવાયના જેટલા જેટલા પદાર્થો જગતમાં રહેલા છે તેમાં સુખાકારી અને પ્રતિકૂળમાં દુ:ખાકારીની જે બુદ્ધિ પેદા કરાવી તેના પરિણામની ધારામાં પણ જીવને મુંઝવણ પેદા કરાવે તે દર્શન મોહનીય કહેવાય છે.
(૨) મિશ્ર મોહનીય :- આ મિશ્ર મોહનીયનો ઉદય જીવોને ત્રીજા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. એકવાર જીવ એટલે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ ઉપશમ સમકીત કે ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ કરે ત્યારે સત્તામાં રહેલા મિથ્યાત્વનાં ત્રણ વિભાગ કરે છે.
૧. શુધ્ધ પુદ્ગલો રૂપે વિભાગ જેને સમ્યકત્વ મોહનીય રૂપે કહેવાય છે. ૨. મિથ્યાત્વના કેટલાક પુદ્ગલો શુદ્ધ અને અશુધ્ધ રૂપે બનાવવા તે બીજો વિભાગ જેને મિશ્ર મોહનીય રૂપે કહેવાય છે. અને ૩. મિથ્યાત્વ મોહનીયના કેટલાક પુગલો એવાને એવા જ અશુધ્ધ રૂપે રાખે છે તે ત્રીજો વિભાગ જેને મિથ્યાત્વના પુદ્ગલો કહેવાય છે.
આ ત્રણ વિભાગ બનાવ્યા પછી જે જીવોને મિશ્રમોહનીયનો ઉદય થાય એટલે એ જીવો સમકીતથી પતન પામીને ત્રીજા ગુણસ્થાનકે આવ્યા ગણાય છે. આ ગુણસ્થાનકમાં એટલે એ મિશ્રમોહનીયના ઉદયકાળમાં જીવોને જિનેશ્વર પરમાત્માના તત્વો પ્રત્યે રાગ પણ હોતો નથી અને દ્વેષ પણ હોતો નથી. આ પરિણામ એક અંતર્મુહૂર્તથી વધારે કાળ રહેતો નથી પછી જીવ ત્યાંથી જો મિથ્યાત્વ મોહનીયનો ઉદય થાય તો પહેલા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે અને જો સમ્યક્ત્વ મોહનીયનો ઉદય થાય તો તે જીવો ક્ષયોપશમાં સમકીતની પ્રાપ્તિ કરે છે.
સમ્યક્ત્વ મોહનીય :- આ કર્મના ઉદયથી જીવને છોડવા લાયક પદાર્થોમાં છોડવા લાયકની બુદ્ધિ અને ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુદ્ધિ પેદા કરાવીને તેમાં સ્થિર પરિણામ ન થવા દે. પણ પરિણામની ધારા ચઢ-ઉતર રૂપે રહ્યા કરે અને જીવ સાવધ ન રહે તો તેમાં મુંઝવણ પેદા કરાવે
Page 50 of 126
Page #51
--------------------------------------------------------------------------
________________
તે સમ્યક્ત્વ મોહનીય કર્મ કહેવાય છે. આ સમ્યક્ત્વ મોહનીયનો ઉદય ક્ષયોપશમ સમકીતી જીવોને હોય છે. ઉપશમ સમકીતી જીવોને આ પ્રકૃતિનો ઉપશમ હોય છે અને ક્ષાયિક સમકીતિ જીવોને આ પ્રકૃતિનો સર્વથા ક્ષય થયેલો હોય છે. આ પ્રકૃતિના ઉદયથી જીવ સાવધગિરિ રાખે છે. માટે શ્રદ્ધા ટકાવીને પરિણામની ધારા તેમાં સ્થિર થતી જાય છે. પણ આ કર્મની સહાયથી તે શ્રદ્ધા રહેતી હોવાથી પોતાનો જે સ્વભાવ રૂપ ગુણ છે તે પેદા થવા દેતી નથી. માટે આને પણ પરિહરવાનું કહેલ છે. એટલે કે એનો ત્યાગ કરવાનું જ જ્ઞાની ભગવંતોએ કહેલ છે.
આ પ્રકૃતિનો ઉદય જીવોને જઘન્યથી એક અંતર્મુહર્ત સુધો હોય છે અને ઉત્કૃષ્ટથી છાસઠ સાગરોપમ સુધી રહી શકે છે. કોઇ જીવ ક્ષયોપશમ સમકીત પામ્યા પછી આયુષ્ય બાંધીને બારમા દેવલોકે બાવીશ સાગરોપમના આયુષ્યવાળો દેવ થાય ત્યાંથી ચ્યવી મનુષ્યપણું સમકીત સાથે પામી ત્યાં દેશવિરતિ કે સર્વ વિરતિના પરિણામને પામે એટલે કે પાંચમા કે છઠ્ઠા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યાંથી પાછો ચોથે આવી. ફ્રીથી બાવીશ સાગરોપમના આયુષ્યવાળો દેવ થાય. ત્યાંથી સમકીત સાથે મનુષ્ય થાય ત્યાં ફ્રીથી દેશવિરતિ કે સર્વવિરતિના પરિણામ પ્રાપ્ત કરે ત્યાંથી ત્રીજી વાર બાવીશ સાગરોપમના આયુષ્યવાળો દેવા થાય. આ રીતે ૨૨ X ૩ = ૬૬ સાગરોપમ તથા વચલા મનુષ્ય ભવ અધિક કાળ સુધી આ સમ્યકત્વ મોહનીયનો ઉદય રહી શકે છે. જે એટલા કાળમાં જીવ મોક્ષને ન પામે તો એક અં તે મિશ્રમોહનીયનો ઉદય પ્રાપ્ત કરી ફ્રીથી સમ્યકત્વ મોહનીયનો ઉધ્ય પેદા કરી ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ કરે અને છાસઠ સાગરોપમ સુધી ટકાવી રાખે. આ રીતે એકસો બત્રીશ સાગરોપમ કાળ પૂર્ણ થતાં જીવ જો મોક્ષે ન જાય તો ત્યાર પછી અવશ્ય મિથ્યાત્વ મોહનીયનો ઉદય પ્રાપ્ત થાય છે. તે મિથ્યાત્વ મોહનીયનો ઉદય જઘન્યથી એક અંતર્મુહુર્ત માટે પણ હોઇ શકે છે અને વધારેમાં વધારે અર્ધપુગલ પરાવર્ત કાળ સુધી પણ રહી શકે છે.
- સમ્યકત્વ મોહનીયનો નાશ કરવા માટે સૌથી પહેલા અનંતાનુબંધિ ચાર કષાયોનો નાશ કરવો પડે. મિથ્યાત્વ મોહનીયનો નાશ કરવો પડે. એના પછી મિશ્રમોહનીયનો નાશ કરવો પડે. એના પછી સમ્યકત્વ મોહનીયનો નાશ થાય. કેટલાક જીવો અનંતાનુબંધિનો નાશ કરીને પછી તાકાત નથી હોતી તો. અટકી જાય છે અને ક્રીથી અનંતાનુબંધિ ચાર કષાયોનો બંધ કરીને સત્તા પ્રાપ્ત કરી શકે છે. કારણ કે અનંતાનુબંધિ ચાર કષાયોનો બાપ મિથ્યાત્વ મોહનીય સત્તામાં હોય છે. એ મિથ્યાત્વ મોહનીય રૂપ બાપનો નાશ થાય એટલે મિશ્રમોહનીય અને સમ્યકત્વ મોહનીય નાશ પામે પછી જીવ ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરી શકે.
આ ક્ષાયિક સમકીત પામીને નરકમાં ગયેલા અત્યારે ત્યાં વિધમાન જીવો આવા અસંખ્યાતા હોય છે. પંચેન્દ્રિય તિર્યંચ યુગલિક તિર્યચોમાં ક્ષાયિક સમકીત લઇને થયેલા વર્તમાનમાં ત્યાં અસંખ્યાતા રહેલા. હોય છે. એ જ રીતે વૈમાનિક દેવલોકમાં રહેલા ક્ષાયિક સમકીતી જીવો અસંખ્યાતા છે. જ્યારે મનુષ્યોમાં ક્ષાયિક સમજીતી જીવો નિયમાં સંખ્યાતા હોય છે. કારણ કે ગર્ભજ મનુષ્યો જ જગતમાં સંખ્યાતા હોય છે.
ચારિત્ર મોહનીય કર્મનું વર્ણન
ચારિત્ર મોહનીય એટલે જીવો પોતાના જીવનમાં જે સતક્રિયા કે અસક્રિયા એટલે કે સારી ક્રિયા, શુભ ક્રિયા કે અશુભ ક્રિયા જે કરી રહેલા હોય છે તે ક્રિયા કરવામાં પરિણામની તરતમતા રહેવી, એ પરિણામની ધારામાં મુંઝવણ પેદા કરાવે તે ચારિત્ર મોહનીય કર્મ કહેવાય છે.
તેના મુખ્ય બે ભેદ છે. (૧) કષાય મોહનીય, (૨) નોકષાય મોહનીય. અને ચારિત્ર મોહનીયની જે
Page 51 of 126
Page #52
--------------------------------------------------------------------------
________________
આ વ્યાખ્યા કરેલ છે. તેનું કારણ એ છે કે માર્ગણા દ્વારની અંદર સંયમ માર્ગણા દ્વાર આવે છે. તેમાં સંસારી સઘળા જીવોનો સમાવેશ કરેલો હોવાથી અવિરતિ સંયમ રૂપે ગણે છે તે અવિરતિ સંયમવાળા એકથી ચાર ગુણસ્થાનકવાળા જીવો હોય છે. આથી તે જીવોની જે અસત પ્રવૃત્તિની તરતમતા તે ચારિત્ર મોહનીય કહેલ છે. આવી જ રીતે દર્શન મોહનીયનો વ્યાખ્યામાં સત શ્રદ્ધા કે અસત શ્રદ્વા કહેલ છે તેનું કારણ પણ આ માર્ગણા દ્વારની અંદર સમ્યકત્વ દ્વાર જે આવે છે તેના છ ભેદમાં મિથ્યાત્વ. સાસ્વાદન અને મિશ્ર સમકીત એ ત્રણ ગુણસ્થાનકવાળા જીવોનો સમાવેશ કરીને સમકીત કહેલ છે. માટે અહીં શ્રદ્ધામાં સત અને અસત શ્રદ્વા કહેલ છે.
કષાય મોહનીયન સ્વરૂપ
કષ એટલે સંસાર અને આય એટલે લાભ. જેનાથી જીવોને સંસારનો લાભ પ્રાપ્ત થાય એટલે ભવની પરંપરા રૂપ સંસારની વૃદ્ધિ થાય (વૃધ્ધિ કરાવે) તેને જ્ઞાની ભગવંતો કષાય કહે છે.
આ કષાયના મુખ્ય ચાર ભેદ છે.
(૧) અનંતાનુબંધિ કષાય, (૨) અપ્રત્યાખ્યાનીય કષાય, (૩) પ્રત્યાખ્યાનીય કષાય, (૪) સંજવલન કષાય.
(૧) અનંતાનુબંધિ કષાય :- જે કષાયનો ઉદય જીવોને સંખ્યાતા ભવના-અસંખ્યાતા ભવના કે અનંતા ભવના અનુબંધ બંધાવે એટલે કે પેદા કરાવે તે અનંતાનુબંધિ કષાય કહેવાય છે.
(૨) અપ્રત્યાખ્યાનીય કષાય :- જે કષાયના ઉદયથી જીવોને કોઇપણ નાનામાં નાનાં વ્રત પચ્ચખાણ કે નિયમથી શરૂ કરીને મોટા મોટા વ્રત નિયમ કે પચ્ચખાણ જીવનમાં પેદા થવા ન દે એટલે કે આવવા ન દે. કરવાનું જરાય મન થવા ન દે તે અપ્રત્યાખ્યાનીય કષાય કહેવાય છે.
(૩) પ્રત્યાખ્યાનીય કષાય - જે કષાયના ઉદયથી જીવોને નાના પચ્ચખાણ વ્રત નિયમથી શરૂ કરીને શ્રાવકના બાર વ્રતો, નિયમો અને પચ્ચકખાણ કરાવીને નિરતિચાર રૂપે પાલન કરાવે અને અભ્યાસ પડાવીને શ્રાવકની અગ્યાર પ્રતિમાં પણ વહન કરાવે પણ સર્વ વિરતિનાં પચ્ચકખાણ પેદા થવા ના દે તે પ્રત્યાખ્યાનીય કષાય કહેવાય.
(૪) સંજ્વલન કષાય :- જે કષાયના ઉદયથી જીવો સર્વ સાવધ વ્યાપારનો ત્યાગ કરીને સર્વવિરતિના પચ્ચક્ખાણ કરીને નિરતિચારપણે પાલન કરે પણ વીતરાગ દશાને એટલે કે રાગ-દ્વેષના ઉદય વગરની અવસ્થા પ્રાપ્ત ન થવા દે તે સંજ્વલન કષાય કહેવાય છે.
આ અનંતાનુબંધિ આદી ચારેય કષાયોનાં એક એકના ચાર-ચાર ભેદો હોય છે. ૧. ક્રોધ, ૨. માન, ૩. માયા અને ૪. લોભ. આથી ૧૬ ભેદો થાય છે. તે આ પ્રમાણે
(૧) અનંતાનુબંધિ ક્રોધ, (૨) અનંતાનુબંધિ માન, (૩) અનંતાનુબંધિ માયા, (૪) અનંતાનુબંધિ લોભ, (૫) અપ્રત્યાખ્યાનીય ક્રોધ, (૬) અપ્રત્યાખ્યાનીય માન, (૭) અપ્રત્યાખ્યાનીય માયા, (૮) અપ્રત્યાખ્યાનીય લોભ, (૯) પ્રત્યાખ્યાનીય ક્રોધ, (૧૦) પ્રત્યાખ્યાનીય માન , (૧૧) પ્રત્યાખ્યાનીય માયા, (૧૨) પ્રત્યાખ્યાનીય લોભ, (૧૩) સંજવલન ક્રોધ, (૧૪) સંજ્વલન માન, (૧૫) સંજ્વલન માયા અને (૧૬) સંજ્વલન લોભ.
૧. અનંતાનુબંધિ ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાય જ્યાં સુધી જીવોને ઉદયમાં હોય છે
Page 52 of 126
Page #53
--------------------------------------------------------------------------
________________
ત્યાં સુધી જીવોને સમ્યક્ત્વની પ્રાપ્તિ થવા દેતા નથી અને પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વને, આ કષાય ઉદયમાં આવે તો તેનો નાશ કરે છે. આ કષાયની સ્થિતિ માવજજીવ સુધી કહેલી છે. એટલે કે જીવ પુરૂષાર્થ કરીને સમ્યત્વ ન પામે તેટલા કાળ સુધી આ કષાય ઉદયમાં રહ્યા જ કરે છે.
૨. અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદય કાળમાં જીવોને દેશવિરતિપણું પ્રાપ્ત થતું નથી. અને પ્રાપ્ત થયેલા દેશવિરતિના કાળમાં આ કષાયનો ઉદય થાય તો તેનો નાશ કરે છે. એટલે કે લીધેલા વ્રત, નિયમ પચ્ચખાણને પણ આ કષાય તોડી નંખાવીને તેનો નાશ કરવામાં સહાયભૂત થાય છે. આ કષાય જીવને પેદા થયા પછી વધારેમાં વધારે બાર મહિના સુધી ટકે છે પછી જીવ સાવધ ન રહે તો અનંતાનુબંધી કષાયા થાય અથવા પ્રત્યાખ્યાનીય કે સંજ્વલન કષાય પેદા થાય.
૩. પ્રત્યાખ્યાનીય કષાય - આ કષાયના ઉદય કાળમાં જીવોને નાનામાં નાના પચ્ચકખાણ આદિથી શરૂ કરીને શ્રાવકને યોગ્ય બાર વ્રત આદિ પચ્ચકખાણ પેદા થવા દે છે. પણ સર્વ વિરતિના પચ્ચકખાણ પેદા થવા દેતાં નથી. અને કદાચ કોઇ જીવોને સર્વવિરતિના પચ્ચખાણ પેદા થયેલા હોય તો આ કષાય ઉદયમાં આવીને તેનો નાશ કરાવે છે. આ કષાયનો ઉદય કાળ વધારેમાં વધારે ચાર મહિના સુધી હોય છે.
૪. સંજ્વલન કષાય - આ કષાયના ઉદય કાળમાં જીવોને સર્વવિરતિના પચ્ચકખાણ કરાવે છે અને જીવ તે કષાયની સહાય લઇને નિરતિચારપણે ચારિત્ર પાળી શકે છે. પણ વીતરાગ દશાને પ્રાપ્ત થવા દેતા નથી અને વીતરાગ દશાને પ્રાપ્ત થયેલ જીવોને ઉદયમાં આવીને વીતરાગ દશાનો નાશ કરે છે. એટલે કે કોઇ જીવ પુરૂષાર્થ કરીને સંજ્વલન કષાયને દબાવતો દબાવતો એટલે ઉપશમ કરીને અગ્યારમા, ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યાં વીતરાગ દશાનો અનુભવ કરે અને એ અનુભવનો કાળ એક અંતર્મુહૂર્તનો પૂર્ણ થતાં દબાવેલા સંજ્વલન લોભના પગલો ઉદયમાં આવે છે અને તે ઉદયમાં આવીને જીવના વીતરાગ દશાના ગુણને નાશ કરે છે. આ કષાયનો સ્થિતિકાળ જ્ઞાની ભગવંતોએ પંદર દિવસ કહેલો છે એટલે કે આ કષાય પંદર દિવસથી અધિક રહેતો નથી.
આ કષાયોનાં પરિણામથી જીવો આયુષ્યનો બંધ કરી શકે છે. માટે આયુષ્ય બંધના પરિણામોને જણાવવા આ કષાયો જે સોળ કહ્યા તેના ચોસઠ ભેદ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે જે ગુણસ્થાનકમાં જીવોને પરિણામની તરતમતાના કારણે ચારે પ્રકારના આયુષ્યમાંથી કોઇને કોઇ આયુષ્યનો બંધ કરી શકે એવી યોગ્યતા હોય તે જીવોની અપેક્ષાએ અહીં આ કષાયોના ભેદોનું વર્ણન કરેલ છે. તે ચોસઠ ભેદો આ પ્રમાણે જાણવા.
અનંતાનુબંધિ – અનંતાનુબંધિ ક્રોધ - માન – માયા - લોભ. અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા - લોભ. અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા લોભ. અનંતાનુબંધિ સંજ્વલન ક્રોધ - માન – માયા-લોભ. અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ ક્રોધ - માન - માયા લોભ. અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય ક્રોધ - માન – માયા-લોભ. અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા- લોભ. અપ્રત્યાખ્યાનીય સંવલન ક્રોધ - માન - માયા-લોભ. પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ ક્રોધ - માન - માયા-લોભ. પ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા-લોભ,
Page 53 of 126
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા-લોભ. પ્રત્યાખ્યાનીય સંજ્વલન ક્રોધ - માન - માયા-લોભ. સંજ્વલન અનંતાનુબંધિ ક્રોધ - માન - માયા-લોભ. સંજ્વલન અપ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા-લોભ. સંજ્વલન પ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા-લોભ. સંજવલન સંજવલન ક્રોધ - માન - માયા-લોભ.
અનંતાનુબંધિ - અનંતાનુબંધિ કષાયનું વર્ણન
આ કષાયના ઉદયમાં રહેલા જીવોની મનોદશા રીદ્રધ્યાનવાળી હોય છે. કે જેના પ્રતાપે પાપને પાપ માનવા તૈયાર થતા નથી, પરલોકને માનતા નથી. પોતાને પુણ્યથી જે અનુકૂળ સામગ્રી મળેલી છે તે કેમ વધારવી, કેમ ભોગવવી અને ન ચાલી જાય તેની કાળજી રાખવા માટે ગમે તેવા પાપ કરવા પડે-કુટુંબને સુખી રાખવા માટે ગમે તેવા પાપ કરવા પડે તો તેને પાપ માનતો નથી. તીવ્ર ભાવે પાપ કરતો જાય છે અને અધિક પાપો કરવાની વિચારણામાં રહ્યા કરે છે. ધર્મ જેવી ચીજ જગતમાં છે જ નહિ કાંઇ દેખાય છે એતો જીવોને ભરમાવીને તેને મળેલ સુખોને છોડાવવા માટેની વાતો છે. આથી ધર્મનો દ્વેષી હોય છે. પોતે ધર્મ કરે નહિ અને જો કોઇને ધર્મ કરતાં જુએ તો તેને ખમાય નહિ. ધર્મથી કેમ પાડીને મારા જેવો બનાવું. એવી જ વિચારસરણી મગજમાં ચાલતી હોય છે. આ કારણોથી મંદિરમાં-ઉપાશ્રયમાં કોઇને જતાં જુએ તો વિચારે કે કોઇ કામ ધંધો લાગતો નથી. નવરા લાગે છે, માટે ત્યાં જાય છે. આવા વિચારોથી માત્ર આલોકમાં જે મળે તેમાં ખાવું-પીવું મોજ મજા કરવી, પરલોક છે જ નહિ. લગભગ નાસ્તિકની કોટીમાં તેની વિચારસરણી જઇ શકે. આથી મોટેભાગે દુર્જન માણસોની સોબત કરે - તેના જેવી પ્રવૃત્તિ કરે - તેવા વચનો બોલે, આથી. કૃષ્ણ લેશ્યાના વિચારો સદા માટે રહ્યા કરે. આવા જીવો પરભવના આયુષ્યનો બંધ કરે તો નિયમા નરકનું આયુષ્ય બાંધે છે. આ જીવો સામાન્ય રીતે અધમાધમ કોટીમાં આવે કે જેના પ્રતાપે પોતાથી અધિક સુખીને જોઇ શકે નહિ.
અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાન કષાય
આ કષાયના ઉદયવાળા જીવો આ લોકના સુખની આસક્તિવાળા હોય છે. તેને માટે પાપ કરવાનો વખત આવે તો કોઇ ન જુએ એવી રીતે કરવાની વૃત્તિવાળા હોય છે. પોતાને ધર્મની આચરણા કરવાનું મન ન થાય પણ જે કોઇ કરે તેને વિપ્ન ન કરે. ધર્મ કરવામાં સહાયભૂત થાય પણ સાથે પોતાની એટલી માન્યતા જરૂર હોય કે સંસારમાં રહ્યા છીએ તો સંસારમાં સોની અનુકૂળતા કર્યા બાદ અટલે બધાયની અનુકૂળતા સાચવીને પછી ટાઇમ રહેતો ધર્મ કરો. એમાં ના નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સંસારમાં પતિ-માતા-પિતા આદિની અનુકૂળતા સાચવવી એ પણ ધર્મ છે. એમ વિચારીને ધર્મ કરનારને વિઘ્નરૂપ ન થાય. કદાચ કોકવાર અનુકૂળતા પોતાની ન સચવાય તો પોતે તે અનુકૂળતાની જગ્યાએ પ્રતિકૂળતા વેઠીને પણ ધર્મ કરનારને અનુકુળતા કરી આપે. પણ પોતાને ધર્મ કરવાની વાત કરે તો કહે આપણાથી ના થાય. બહુ બહુ તો દાન દઇશું, મંદિરે જઇશું, કોક કોકવાર ટાઇમ મળશે તો સાધુ પાસે જઇશું, પણ વ્રત નિયમ પચ્ચકખાણ કરવાની વાત આવે તો કહે એ આપણાથી ન થાય. એ આલોકનાં સુખની આસક્તિના કારણે અઢાર પાપ સ્થાનકમાંથી કોઇપણ પાપનું સેવન કરવું પડે તો તીવ્ર ભાવે ન કરે પણ સંસારમાં બેઠા
Page 54 of 126
Page #55
--------------------------------------------------------------------------
________________
છીએ, કુટુંબ લઇને બેઠા છીએ, આપણી જ છે હું નહીં કરું તો કોણ કરે ? ઇત્યાદિ માન્યતા રાખીને પાપનું સેવન પણ કરે, કરવાના વિચારોમાં પણ રહે અને તે કરાવવા માટેનાં વચનો પણ બોલે. આવા આર્તધ્યાનનાં વિચારોમાં મોટેભાગે એ જીવો રહેતા હોય છે. બીજા જીવોના સુખની ઈર્ષ્યા આ જીવોનાં અંતરમાં મોટે ભાગે હોતી નથી. સૌ પોતપોતાના પુણ્યથી મેળવે છે અને ભોગવે છે. તેમાં આપણે શું ? પણ આ વિચારની સાથે અંતરમાં સંસારના સુખની પ્રધાનતા રાખીને જીવન જીવતા હોય, ધર્મ ગૌણ હોય, જ્યાં સુધી બીજા કરી લે ત્યાં સુધી પોતાને ભાવના ન થાય, આવા આર્તધ્યાનમાં જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમાં તિર્યંચનું આયુષ્ય બાંધે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે આલોકમાં માતા-પિતા-ધણી ધણીયાણી-દીકરા-દીકરી-સ્નેહી-સંબંધી આદિનો રાગ રાખીને ધર્મ પ્રવૃત્તિ જીવો કરે તો તેનાથી એકેન્દ્રિયમાં અને તિર્યંચમાં જવા લાયક કર્મનો બંધ કરે છે. એવી જ રીતે આચારાંગ સૂત્રમાં પણ જણાવેલ છે કે શુભ પરિણામથી ધર્મ આરાધના કરવાથી શુધ્ધ પરિણામ પેદા થયેલ ન હોય અને તે પેદા કરવાનું લક્ષ્ય પણ ન હોય તો એ આરાધનાથી જીવો આલોકના પદાર્થોની આસક્તિ અને પરલોકના સુખની ઇરછાથી કરતાં હોય છે. તેના કારણે શુભ પરિણામની ધારા વિશેષ રહેતી હોવાથી આ જીવો શુભ આર્તધ્યાનથી મનુષ્યગતિનો બંધ કરે અને એની સાથે સાથે અંતર્મુહૂર્તનાં આયુષ્યવાળા મનુષ્ય આયુષ્યના અનુબંધ બાંધી શકે છે. માટે આ કષાયમાં જીવો આયુષ્ય બાંધે તો નિયમા તિર્યંચાયુષ્યનો બંધ કરે છે.
અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાય
આ કષાયના ઉદયવાળા જીવો ધર્મની સમજણ મેળવીને પોતાની શક્તિ મુજબ વ્રત, નિયમ, પચ્ચખાણ કરતાં કરતાં શ્રાવકના બાર વ્રતોને ગ્રહણ કરી નિરતિચારપણે પાલન કરે છે. વ્યવહારમાં શ્રાવકપણા રૂપેની તેની છાપ રહેલી હોય છે. પણ અંતરથી અનુકૂળ પદાર્થોનો રાગ છોડવાની ભાવના હોતી નથી. એ રાગ ખરાબ છે. મારા આત્માને નુક્શાનકારક છે. તેનાથી હું દુઃખી થયો છું. આ વિચાર પણ કરવા તૈયાર નથી અને એ શ્રાવકપણું પાળતાં આલોક્ના સુખની ઇચ્છા અથવા પરલોકના સુખની ઇચ્છા રાખીને પાળતા હોય છે. આથી આ જીવોનાં પરિણામ કષાયના કારણે મંદ પડેલા દેખાય, પણ મિથ્યાત્વ ગાઢ રહેલું હોય છે. આથી આ જીવો પરલોકને માને છે. પરલોક માટે આલોકમાં ત્યાગ તપશ્ચર્યા વગેરે કરે છે. તેથી આ જીવોને આયુષ્ય બંધાય તો મનુષ્યનું આયુષ્ય બંધાય છે. શ્રાવકના બાર વ્રત નિરતિચારપણે પાલન કરતાં કરતાં સારો કાળ હોય તો અગ્યાર પ્રતિમા શ્રાવકની વહન કરી ચોવીસે કલાક ઉપાશ્રયમાં રહી ધર્મ આરાધના કરે. ઘરે માત્ર જમવા પુરતું બેટંક કે ત્રણ વાર જવું પડે માટે જાય, એમાં પણ જે આપે તે ખાઇ લે કોઇના સમાચાર લેવાના નહિ. સારું નરસું કરવાનું નહિ. એટલે ઘરે જમવા પુરતું જવા માટેની અનુમોદના હોય છે. તો પણ સંસારના અનુકૂળ પદાર્થોનો રાગ અંતરમાંથી જતો નથી. આ માટે અભયકુમારને ઠગનારી વેશ્યા, જે ચંડuધોત રાજા પાસેથી સારું ઇનામ મેળવવાની લાલચે સાધ્વીજી પાસે વેશ્યાએ બોજી દશ પંદર પોતાની સખીઓને લઇ શ્રાવકપણાને લાયક જૈન ધર્મનો અભ્યાસ કર્યો.
શ્રાવકના વ્રતો કેટલા હોય કયા કયા તેનું પાલન કઇ રીતે થાય તે જાણીને શ્રાવકના બારવ્રતો ઉચ્ચરીને ઉંચામાં ઉંચી કોટીનું શ્રાવિકાપણું પાલન કરતાં કરતાં રાજગૃહી નગરીમાં આવી ધર્મશાળામાં ઉતરેલા છે. અને રોજ નવા નવા મંદિરના દર્શન કરવા જાય છે. તે દર્શન કરતાં કરતાં એકવાર શ્રેણિક મહારાજાના ઘર મંદિરમાં દર્શન કરવા માટે જાય છે. મંદિરમાં જઇ સારા રાગથી ભગવાન જિનેશ્વર પરમાત્માની સ્તુતિ કરે છે. તેનો અવાજ સાંભળી અભયકુમાર ઉઠીને જોવા માટે આવેલ છે અને અંદર
Page 55 of 126
Page #56
--------------------------------------------------------------------------
________________
ભાવવાહી શબ્દોની સ્તુતિઓ સાંભળીને અભયકુમાર બહાર ઉભો રહે છે. કારણ કે જો અંદર જઉં તો આ શ્રાવિકાઓની ભાવના તૂટી જાય, માટે જ્યાં સુધી તેઓ સૌ બહાર ન નીકળ્યા ત્યાં સુધી બહાર જ ઉભો. રહ્યો. જ્યારે શ્રાવિકાઓ બહાર આવી એટલે ખબર પડી કે પરદેશથી આવેલી જણાય છે. એટલે પૂછયું કે તમો પરદેશથી આવેલા લાગો છો ? ત્યારે વેશ્યા શ્રાવિકાએ કહ્યું હા ! તો આજે જમવાનું આમંત્રણ અમારે ત્યાં મને લાભ આપો ! ત્યારે વેશ્યા શ્રાવિકાએ કહ્યું કે જ્યારે અમે નવા મંદિરના દર્શન કરીએ છીએ તે વખતે અમારે ઉપવાસ હોય છે. માટે અમે કોઇ જમનાર નથી. આ સાંભળી અભયકુમાર કહે છે કે કેવો ઉંચો નિયમ. આવો તો નિયમ હું કરી શકતો નથી. ધન્ય છે ! ' આવતીકાલે પારણાનો લાભ અને આખો દિવસ જમવાનો લાભ મને આપો ! એટલે વેશ્યા શ્રાવિકાએ કહ્યું કે અમારે નિયમ છે કે જે કોઇ અમારા ત્યાંનું આમંત્રણ સ્વીકારે તેને ત્યાં અમો જઇએ છીએ. અભયકુમારે કહ્યું હું તમારે ત્યાં આવીશ, કાલનો મને લાભ આપો ત્યારે વેશ્યા શ્રાવિકાએ હા કહી. બીજા દિવસે જમવા-પારણા માટે આવ્યા તો જ્યાં પાટલો-થાળી બેસણીયં જે ગોઠવેલું હતું ? પડિલેહણથી જોઇ પૂંજી પ્રર્માજીને પછી બેઠા અને અભયકુમારે પોતે જે ચીજો બનાવેલી તે પીરસવા લાગ્યો. તો ત વખતે કહે આમાં શું નાંખ્યું છે ? આ અમારે બંધ છે. એમ બનાવેલી બધી ચીજો બતાવી તો દરેક ચીજોમાં કાંઇને કાંઇ નાખેલું હોવાથી બંધ છે એ જણાવ્યું. અભયકુમાર કહે છે તો પછી મારે તમોને શું જમાડવું ? ત્યારે શ્રાવિકાએ કહ્યું કે જે ઘરમાં સુકુ પાકુ હશે તે ચાલશે. અંતે તે આપ્યું. પારણું કરાવ્યું. અને ઉક્યા પછી અભયકુમારને આમંત્રણ આપ્યું કે આવતીકાલે અમારે ત્યાં જમવા પધારવાનું આમંત્રણ છે. અભયકુમાર વચનથી બંધાયેલા હતા માટે હા કહી. બીજા દિવસે લેવા આવી. જમાડતાં જમાડતાં ચંદ્રહાસ (દારૂ) પાઇ દીધો. અને બાંધીને ઉપાડીને લઇને ચાલતાં થયાં. ચંડuધોત રાજા પાસે લઇ ગયા. ત્યાં રાજસભામાં હાજર થયા કે ઘેન ઉતરતાં અભયકુમાર કહે છે કે ધર્મની બાબતમાં છલ કરીને મને પડવો. તેમાં કાંઇ આશ્ચર્ય નથી. અહીંથી છૂટ્યા પછી આ ચંડuધોત રાજાને ભરબજાર વચ્ચે દિવસના બપોરના ટાઇમે બાંધીને ન લઇ જાઉં તો મારું નામ અભયકુમાર નહિ ! આપણી મૂળ વાત એ છે કે વેશ્યા શ્રાવિકાએ આ વ્રતોનું નિરતિચારપણે પાલન કર્યું તે અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાયથી. આ રીતે જીવો આ કષાયના ઉદયથી શ્રાવકપણે પણ પાળી શકે છે. પણ મિથ્યાત્વની મંદતા થાય નહિ
અનંતાનર્બાધ સંજવલન દષાય
આ કષાયના ઉદયથી જીવોને આલોક અને પરલોકના સુખને માટે શ્રદ્ધા પેદા થઇ શકે છે કે, સંસારના અનુકૂળ પદાર્થોનો ત્યાગ કરીને જ્ઞાનીએ કહ્યા મુજબ નિરતિચારપણે ચારિત્ર લઇને પાલના કરવાથી મારે જે સુખ જોઇએ છે તે જરૂર મળશે જ. તો તે માટે અહીં કરોડપતિને ત્યાં જન્મ પામેલો હોય તો. પણ તેનો ત્યાગ કરીને નિરતિચારપણે ચારિત્રનું પાલન કરે છે અને નવમા ગ્રેવેયકનું આયુષ્ય બાંધીને નવમા ગ્રેવેયકમાં ઉત્પન્ન થાય છે. પણ આ જીવોનું મિથ્યાત્વ ગાઢ બનતું જાય છે. આ કારણથી આ કષાયના ઉદયકાળમાં જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમા દેવલોકનું આયુષ્ય બાંધે છે. આટલું કષ્ટ વેઠીને પૂર્વક્રોડ વરસ સુધો નિરતિચાર ચારિત્રનું પાલન કરવા છતાંય સુખનો રાગ ઓછો ન થતાં કાઢવાનું મન પણ ન થતાં આ જીવો પાપનો અનુબંધ જોરદાર બાંધે છે અને પુણ્ય સામાન્ય બાંધે છે. માટે પાપાનુબંધિ પુણ્ય ઉપાર્જન કરે છે. દેવલોકમાં ઉત્પન્ન થયા બાદ એક અંતર્મુહૂર્તમાં પાપનો અનુબંધ ઉદયમાં આવતા ઈર્ષ્યા ભાવ પેદા થઇ જાય છે કે આ નવમા ગ્રેવેયકનું સુખ મને મલવાનું હતું. મેં મહેનત કરેલી છે છતાંય
Page 56 of 126
Page #57
--------------------------------------------------------------------------
________________
આ જીવોને શાથી મળ્યું ? આ વિચારોથી ઇર્ષાનાં પરિણામ એકત્રીશ સાગરોપમ સુધી રહે છે. ત્યાંથી મરીને અનાર્ય ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઇ નરકાદિ દુર્ગતિમાં જાય છે.
આ રીતે આ અનંતાનુબંધિ સંજવલન જેવો કષાય પ્રાપ્ત કરીને અભવ્ય-દુર્ભવ્ય અને ભારેકર્મી જીવો. અનંતી વાર પ્રયત્ન કરે છે.
જ્યારે આત્માને અનાદિકાળથી ભટકાવનાર અને દુ:ખી કરનાર રાગ-દ્વેષના પરિણામ જ છે કે જે અનુકૂળ પદાર્થો પ્રત્યે રાગ કરાવે છે, પ્રતિકૂલ પદાર્થો પ્રત્યે દ્વેષ કરાવે છે. તેને જ્ઞાની ભગવંતો ગ્રંથી કહે છે. તેને ઓળખીને તેનાથી સાવધ રહી પ્રવૃત્તિ કરવા માંડે તે મિથ્યાત્વની મંદતા કહેવાય છે. આ મિથ્યાત્વની મંદતા થાય અને અનંતાનુબંધિ -અપ્રત્યાખ્યાનીય કષાયની સહાયથી જીવો શ્રી જિનેસ્વરદેવની આજ્ઞા મુજબ વિચરતાં એવા સુસાધુની-સાધર્મિકની-તપસ્વીની સેવા ભક્તિ કરતાં કરતાં જીવ પોતાના આત્માનું કલ્યાણ સાધી શકે એવી જ રીતે એ રાગાદિ પરિણામની ગ્રંથી તોડવા માટે અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાયની સહાયથી વ્રત, નિયમ, પચ્ચકખાણ કરતા કરતા શ્રાવકના બારવ્રતોને નિરતિચારપણે પાલન કરતા સકામ નિર્જરા સાધી શકે છે. અને અનંતાનુબંધિ સંજ્વલન કષાયની સહાયથી સર્વવિરતિને ગ્રહણ કરીને ગ્રંથી તોડવાના લક્ષ્યથી નિરતિચારપણે ચારિત્રનું પાલન કરતા કરતા સકામ નિર્જરા સાધીને આત્મ કલ્યાણ સાધતા જાય છે. આ ઉપરથી નક્કી થાય છે કે મિથ્યાત્વની મંદતા સાથે કષાયની સહાય મળે તો જીવ અપ્રમત્તપણે આરાધના કરતો કરતો સકામ નિર્જરા સાધી. આત્મકલ્યાણ કરી શકે છે. માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે જેટલી કષાયની સહાય વધારે તેટલું આત્મકલ્યાણ જલ્દી થાય. આ કષાયને પ્રશસ્ત કષાયો કહેવાય છે.
અપ્રત્યાખ્યાનીય અનંતાનર્વાધિ દષાય
આ કષાયનો ઉદય ત્રીજા અને ચોથા ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે. ત્રીજા ગુણસ્થાનકનો કાળ એક અંતર્મુહૂર્તનો જ હોય છે. જ્યારે ચોથા ગુણસ્થાનકનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમનો હોય છે. આ ચોથા ગુણસ્થાનકમાં રહેલા જીવોને શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિ કરવાનું મન થાય. સારી રીતે ભક્તિ કરે એ જ રીતે શ્રી જિનેશ્વર પરમાત્માના સુસાધુની પણ ભક્તિ કરે. સાધર્મિક ભક્તિ પણ પોતાની શક્તિ મુજબ સારી રીતે કરે. આ જ કર્તવ્યો આ જીવો માટે તરવાનું સાધન હોય છે. આથી તે વખતે એ અપ્રત્યાખ્યાનીય કષાયને પુરૂષાર્થથી અનંતાનુબંધિ જેવો બનાવે કે જેના પ્રતાપે અપ્રમત્તભાવે શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિ કરતાં કરતાં તીર્થંકર નામકર્મ નિકાચીત કરી શકે છે. આ કષાય જ્યારે ઉદયમાં વર્તતો હોય છે ત્યારે તેના અંતરમાં જે પરિણામ આવે છે તે એવા હોય છે કે મારા આત્માને માટે તારનારી ચીજ આ જ છે. તો આ શ્રી જિનેશ્વર પરમાત્મા આદિની ભક્તિ મારે મારી શક્તિ મુજબ જ કરવી જોઇએ. મારા જેવો આવો સામગ્રી લઇને ભક્તિ કરવા જાય ? સારામાં સારી મારી શક્તિ મુજબ સામગ્રી લાવીને મારે ભક્તિ કરવી જ જોઇએ તો જ મને મળેલી લક્ષ્મી સળ ગણાય અને મારા આત્માનું કલ્યાણ થઇ શકે. જેટલી હું સારામાં સારી રીતે ભક્તિ કરીશ એટલી જ મારી સફળતા છે. આવા વિચારો અને પરિણામોથી સુંદર ભક્તિ કરતાં કરતાં સારો કાળ હોય તો તીર્થકર નામકર્મ નિકાચીત કરી શકે છે. જેમ શ્રેણિક મહારાજાએ શ્રી મહાવીર સ્વામી ભગવાનની ભક્તિ કરતાં કરતાં તીર્થંકર નામકર્મ નિકાચીત કર્યું. રોજ સવારમાં ઉઠે-ઉઠીને શ્રમણ ભગવાન મહાવીર મહારાજ જે દિશામાં હોય ત્યાં સાત ડગલા જઇને નમસ્કાર કરે-સ્તવના કરે તેમાં કોઇ આવીને સમાચાર આપે કે શ્રમણ
Page 57 of 126
Page #58
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર મહારાજા આ દેશમાં અને આ દિશામાં વિચરે છે. વિહાર કરતાં કરતાં ત્યાં આવી રહ્યા છે તો તે સમાચાર સાંભળીને તેની સાડા ત્રણ કરોડ રોમ રાજી વિકસ્વર થઇ જતી હતી. અંતરમાં અત્યંત આનંદ પેદા થતો અને રોમાંચ ખડા થઇ જતાં આવા સમાચાર આપનારને પોતાની શક્તિ મુજબ શરીર ઉપર જે અલંકારો હોય તે દાનમાં દઇ દેતા તથા મધ્યાન્હકાળની પૂજા માટે અક્ષતની જગ્યાએ સોનીને ત્યાં રોજ એકસોને આઠ સોનાના જવલા ઘડાવતાં હતા અને તેનો સાથીયો કરતાં હતાં. આ ભક્તિના પ્રતાપે, જીવનમાં કોઇપણ પ્રકારનો તપ કરી શક્યા નહોતા તો પણ, અરે નવકારશી પચ્ચક્ખાણ પણ કરી શક્યા નહોતા છતાં તે આ ભક્તિથી તીર્થંકર નામકર્મ નિકાચીત કરીને આવતી ચોવીશીમાં પહેલા તીર્થંકર થશે. આ કષાયની સહાય લઇને અપ્રમત્ત ભાવે સુંદર ભક્તિ કરી પોતાના આત્માનું કલ્યાણ સાધી ગયા. અપ્રત્યાખ્યાનીય-અપ્રત્યાખ્યાનીય કષાય
આ કષાયના ઉદયમાં જીવને જે ક્ષયોપશમ સમકીત પ્રાપ્ત થયેલું હોય છે તેને લઇને આ જીવો, ચોથા ગુણસ્થાનકે રહીને વ્રત, નિયમ, પચ્ચક્ખાણ કરી શકતા નથી તેનું પારાવાર અંતરમાં દુઃખ રહેલું હોય છે. કરવાની તીવ્ર ઇચ્છા પેદા થાય-ભાવના પણ પેદા થાય-આ જ કરવા જેવું છે તેવી માન્યતા પણ જોરદાર હોય, બીજાને કરતાં જોઇને પોતે ન કરી શકે તેનો પશ્ચાત્તાપ પણ જોરદાર રહેલો હોય છતાં આ કષાયનો ઉદય જીવને કરવા દે નહિ. એમ કરતાં કરતાં કોઇ કોઇ વાર એ ક્ષયોપશમ સમકીતમાં અતિચાર પણ લગાડે. અને સમકીતને મલિન કરતા જાય. આથી એમ કહેવાય કે આ કષાયના ઉદયમાં જીવ આયુષ્ય બાંધે તો સાતિચાર સમકીતના પ્રતાપે ભવનપતિ કે વ્યંતરનું બાંધી શકે છે પણ વૈમાનિકનું આયુષ્ય બાંધે નહિ. શ્રી ભગવતી સૂત્રના આઠમા શતકમાં કહ્યું છે કે સાતિચાર સમકીતી જીવો ભવનપતિ વ્યંતરનું આયુષ્ય બાંધે છે. માટે એમ કહેલ છે.
અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય કષાય
આ કષાયનો ઉદય ચોથા અવિરતિ સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનકમાં રહેલા ઉપશમ-ક્ષયોપશમ અને ક્ષાયિક સમકીતી જીવોને હોય છે. આ કષાય મોટે ભાગે પ્રશસ્તરૂપે હોય છે. અવિરતિનો ઉદય હોવા છતાં આ કષાયના પ્રતાપે નાનામાં નાના વ્રત-નિયમ-પચ્ચક્કાણનો અભ્યાસ ( ટેવ પાડતાં પાડતાં) કરતાં કરતા શ્રાવકના બારવ્રતોને નિરતિચારપણે પાલન કરી શકે એવી શક્તિ પેદા થાય છે અને તેનું પાલન કરતાં કરતાં પોતાની ભોગાવલી અવિરતિનો નાશ કરી શકે છે. જેમ કે શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માનો આત્મા નંદીવર્ધન ભાઇના કહેવાથી સંસારમાં રહ્યા. તેમાં ઘર-રાજ્ય આદિ પ્રવૃત્તિથી નિર્લેપ થઇ પોતાના ઘરમાં સાત પ્રહર સુધી કાઉસ્સગ ધ્યાને રહેલા હતા.
ચક્રવર્તિઓ જ્યારે છ ખંડ સાધવા નીકળે છે ત્યારે અઠ્ઠમનો તપ કરી દેવને સાધે છે. તે આ કષાયના ઉદયથી ઉપવાસ-અટ્ટમ આદિ કરી શકે છે. એવી જ રીતે સમકીતની હાજરીમાં જીવો શ્રાવકની દિનચર્યાની ક્રિયાઓ કરતાં કરતાં પોતાના કમો ખપાવી શકે છે. છતાંય ગુણસ્થાનક પાંચમું ગણાતું નથી. તથા નંદીષેણ મુનિએ વેશ્યાને ત્યાં રહીને રોજ દશ પ્રતિબોધ કરવાનો નિયમ કર્યો. દશ પુરૂષોને જ્યાં સુધી પ્રતિબોધ કરી સંયમ લેવા ન મોકલે ત્યાં સુધી આહાર, પાણી મોઢામાં મુકવા નહિ. આ અભિગ્રહ કરવાનો અભિલાષ અને અનું પાલન આ કષાયના ઉદયથી કરી શકતા હતા. આ કષાયમાં મોટેભાગે શુભ લેશ્યાના પરિણામ રહ્યા કરે છે. આંશિક શુધ્ધ પરિણામના અનુભવના કારણે શુભ પ્રવૃત્તિઓ કરવાનું લક્ષ્ય વિશેષ
Page 58 of 126
Page #59
--------------------------------------------------------------------------
________________
રીતે પેદા થયા કરે છે. આ સંસ્કારના પ્રતાપે આ જીવો આયુષ્યનો બંધ કરે તો દેવલોકમાં વૈમાનિક દેવોનું આયુષ્ય બાંધે છે.
અપ્રત્યાખ્યાનીય સંજ્વલન કષાય
આ કષાયનો ઉદય પણ ચોથા ગુણસ્થાનકે હોય છે. આ કષાયના ઉદયકાળમાં પોતાના ભોગાવલી કર્મોને નાશ કરવા માટે તથા “અવિરતિ અતિ ભયંકર છે તેનાથી અત્યાર સુધી કેટલાય ભવોની પરંપરા વધારીને તે ભવોમાં દુઃખો ભોગવીન માંડ મનુષ્ય જન્મ મેળવ્યો છે.” માટે તે અવિરતિનો નાશ કરવા માટે, વર્તમાનમાં મળેલ સાહ્યબી સંપત્તિનો સર્વથા ત્યાગ કરીને, સંયમનો સ્વીકાર કરી, નિરતિચારપણે સંયમનું પાલન સારી રીતે કરી શકે છે. છતાંય તે જીવોને વિરતિના પરિણામ પ્રાપ્ત થતાં નથી. આ અવિરતિનાં નાશના માટે પોતાની શક્તિ મુજબ જ્ઞાનનો અભ્યાસ કરીને તેમાં પોતાના આત્માને સ્થિર રાખવા પ્રયત્ન કરે છે. તેમજ સંયમની ક્રિયામાં અપ્રમત્ત ભાવ પેદા કરીને એકાગ્ર ચિત્તે પાલન કરે છે. છતાંય વચમાં વચમાં અવિરતિના ઉદયનો કષાય હોવાથી ભોગાવલી કર્મના વિચારો પેદા પણ થઇ જાય છે. આથી ચોથા
ગુણસ્થાનકથી આગળના ગુણસ્થાનકના પરિણામ પ્રાપ્ત થતાં નથી.
જેમ કે નંદીષેણ મુનિને, જ્યારે ભગવાનની દેશના સાંભળીને પરિણામ પામતા આ કષાયના ઉદયથી સંયમ લેવાની પ્રબળ ભાવના પેદા થઇ, તેના કારણે ભગવાન પાસે સંયમ આપો એમ માંગણી કરી ત્યારે ભગવાને કહ્યું કે નંદીષેણ હજી તારે ભોગાવલી કર્મ બાકી છે ત્યારે નંદીષણે કહ્યું કે ભગવન્ ! આપ જણાવો છો તે વાત બરાબર જ છે. પણ તે ભોગાવલી કર્મને જો અહીં રહીને ખપાવવાના હશે તો તેની સાથે સાથે બીજા ભોગવવા લાયક કર્મો કેટલાય બંધાઇ જશે તો પછી મારો છૂટકારો ક્યારે થશે ! તો મારી વિનંતી છે કે અ ભોગાવલી કર્મોને ખપાવવા માટે આપ મને સંયમ આપો તો હું ત્યાં રહીને જ્ઞાન અભ્યાસ કરી તપ વગેરેનું આચરણ કરી, સંયમના ધ્યાનમાં સ્થિર રહીને તે ભોગાવલી કર્મોનો નાશ કરી શકીશ. તો આપ કૃપા કરીને મને સંયમ આપો ! વિચારો કે ભોગાવલી કર્મો નિકાચીત છે એમ કેવલી ભગવંત-ખૂદ ભગવાન કહે છે તો પણ સમકીત સાથે છે એટલે ભોગાવલી કર્મો છે માટે સંસાર ભોગવી પછી સંયમ લઇશ. એવો જરાય વિચાર અંતરમાં આવતો નથી. પણ અપ્રત્યાખ્યાનીય સંજ્વલન કષાયનો ઉદય છે તેના કારણે વિચારનાં પરિણામો એટલે કે અધ્યવસાયો પેદા થાય છે કે અહીં રહીને ભોગાવલી કર્મોને ખપાવીશ તો
સાથે તેવા બીજા કેટલાય ભોગાવલી બંધાશે ! મારો સંસાર ક્યારે છૂટશે...આ વિચારથી સંયમની ઉત્કંઠા કેટલી છે ! અવિરતિ પ્રત્યે ગુસ્સો પણ કેટલો છે ! વિરતિ પ્રત્યેનો રાગ કેટલો તીવ્ર છે અને અવિરતિ પ્રત્યેનો દ્વેષ પણ કેટલો તીવ્ર છે ? આ સાંભળીને ભગવાને લાભનુ કારણ જાણીને સંયમ આપ્યું. સંયમનો સ્વીકાર કરીને જ્ઞાનાભ્યાસ કરી એકાકી વિહાર કરી શકે એવા ગીતાર્થ બન્યા. એકાકી વિહાર કરે છે. ભણેલા જ્ઞાનનો સ્વાધ્યાય કરતાં સંયમમાં સ્થિરપણે રહી આત્મકલ્યાણ કરી રહ્યા છે તો પણ અવિરતિ અને ભોગાવલી કર્મ નિકાચીત હોવાથી આ કષાયના ઉદયથી વચમાં વચમાં સંસારના વિચારો આવે છે. તેને દૂર કરવા પ્રયત્ન પણ કરે છે છતાં દૂર ન થતાં સંયમથી ન પીડાય અને અવિરતિમાં ન જવાય એ માટે આત્મઘાત કરવા માટે પહાડ ઉપરથી પડતું મુકે છે. તો પણ દેવી આવીને ઝીલી લે છે ! દેવી ઉપર પણ ગુસ્સે થાય છે. ત્યારે દેવીએ કહ્યું ક ભગવન્ હું શું કરૂં ? આપના ભોગાવલી કર્મ મને વચમાં લાવે છે. આ રીતે બીજીવાર દરિયામાં પડી મરવા પ્રયત્ન કરે છે અને ત્રીજીવાર કૂવામાં પડી મરવા પ્રયત્ન કરે છે તો પણ દરેક વખતે દેવીએ વચમાં આવી બચાવી લીધા છે ! આમાં વિચારો કે એક બાજુ અવિરતિનો ઉદય પજવે છે,
Page 59 of 126
Page #60
--------------------------------------------------------------------------
________________
બીજી બાજુ પુરૂષાર્થની તીવ્રતાના કારણે વિરતિ પ્રત્યેનો રાગ વધે છે. તેમાં એક વાર ગોચરીએ જતાં વેશ્યાના ઘરમાં ધર્મલાભ કહીને પ્રવેશ કર્યો. વેશ્યાએ કહ્યું અહીં ધર્મલાભ નહીં અહીં તો અર્થલાભ ! આ શબ્દો સાંભળતાની સાથે જ ભોગાવલી કર્મનો ઉદય તીવ્ર થતાં જ તરણું (ઘાસ) તોડીને સાડા બાર કરોડ સોનૈયાનો વરસાદ કર્યો. અને મુનિ ચાલતાં થયા ત્યાં વેશ્યાએ કહ્યું કે મહાત્મન્ જો આપને જવું જ હોય તો. આ સોનૈયા સાથે લઇ જાવો નહિંતર તેને ભોગવવા અહીંયા રહો ! આ શબ્દોથી મહાત્માને વિચાર આવતાં. અવિરતિનો જોરદાર ઉદય થતાં વેશ ઉતારી તેને એક રૂમમાં ટીંગાડી ત્યાં રોકાઇ ગયા. પણ વિરતિના તીવ્ર રાગના સંસ્કારના કારણે ત્યાં જ પોતે અભિગ્રહ કર્યો કે રોજ દશને એટલે અહીં આવનાર દશ પુરૂષોને પ્રતિબોધ કરી સંયમની ભાવના પેદા કરાવી સંયમ લેવા ન મોકલું ત્યાં સુધી આહારસ્પાણીનો ત્યાગ. આ. અભિગ્રહના પ્રતાપે વેશ્યાને ત્યાં બાર વરસ રહી રોજ દશ-દશને પ્રતિબોધ કરી સંયમ અપાવે છે. તેમાં જ્યારે ભોગાવલી કર્મ પૂર્ણ થવા આવ્યું ત્યારે બાર વરસ પછી દશમાં છેલ્લા એકને પ્રતિબોધ કરવામાં વિશેષ ટાઇમ લાગ્યો. મધ્યાન્હ કાળ થયો. જમવાનો વખત થયો છે પણ દશમો સમજતો નથી. ત્યારે વેશ્યા બોલાવવા માટે આવી અને કહ્યું કે વહલા જમી લો. પછી પ્રતિબોધ કરજો. ત્યારે નંદીષેણે કહ્યું કે આને પ્રતિબોધ કર્યા વગર જમાય નહિ. ત્યારે વેશ્યાએ કહ્યું કે દશમા તમે. ત્યાં નંદીષેણ વિચારે છે કે આજે ભોગાવલી કર્મ પૂર્ણ થયું લાગે છે. એમ માની વેશ જે રાખેલ હતો તે પહેરીને ચાલતા થયા. અહીં તેઓને છઠ્ઠા ગુણસ્થાનકનો પરિણામ આવ્યો એમ લાગે છે ! તો આ કષાયના ઉદયકાળમાં તેનો નાશ કરવા માટે જીવને કેટલો પુરૂષાર્થ કરવો પડે છે તે વિચારો ! અત્યારે આપણો પુરૂષાર્થ કેટલો છે તે પણ સાથે ખાસ વિચારવાની જરૂર છે. આ કષાયની હાજરીમાં જીવ આયુષ્ય બાંધે તો નિયમા વૈમાનિક દેવન આયુષ્ય બાંધે છે !
પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ કષાય
આ કષાયના ઉદયકાળમાં અનંતાનુબંધિ-૪ અને અપ્રત્યાખ્યાનીય-૪ એમ આઠ કષાયનો. ક્ષયોપશમ ભાવ હોય છે અને પ્રત્યાખ્યાનીય તથા સંજ્વલન એ કષાયોનો ઉદય હોય છે. જ્યારે આ કષાયનો ઉદય હોય ત્યારે તે જીવોને પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકનો પરિણામ હોય છે. તેમાં જે વ્રત-નિયમ વગેરે લીધેલા હોય તે અખંડ રીતે નિરતિચારપણે કેમ સુંદર રીતે પળાય તેનું પુરેપુરૂ લક્ષ્ય હોય છે તથા તે વ્રતાદિને ખંડિત કરનાર પદાર્થો પ્રત્યે અત્યંત પ્રશસ્ત ગુસ્સો રહેલો હોય છે. માટે આ કષાય સ્વાભાવિક રીતિએ જીવને હોતો નથી પણ પુરૂષાર્થથી કરવો પડે છે. દા.ત. હું એટલે શ્રાવક છું? મારાથી આ ન જ થાય. આની સાથે મારે વ્યવહાર ન જ કરાય, કદાચ થઇ ગયો હોય તો તેનો ત્યાગ જ કરી દેવો. પડે. આ વિચારણા રાખીને પોતાના વ્રતમાં ભંગ ન પડે તેની સતત કાળજી રાખે. જેમ સુદર્શન શેઠ કે જેને ઘરમાં પોતાની પત્નિ પોતાના બાળકો વગેરે છે તેને સ્વપત્નિ સંતોષનો નિયમ છે, પરસ્ત્રી માતા અને બેન સમાન માનીને કોઇના ઘરમાં ગમે તેવા કામે પણ પ્રવેશ કરતો નથી. એટલું જ નહિ પોતાના મિત્રોના ઘરે પણ પ્રવેશ કરવો હોય તો પુરૂષ ઘરમાં હોય તો જ બાકી નહિ. મંત્રીશ્વર તેનો મિત્ર હતો. એકવાર મંત્રીની સાથે તેના ઘરે ગયો તેમાં મંત્રીશ્વરની પત્ની તેનું રૂપ જોઇ કામાંધ બની તેમાં એકવાર મંત્રીશ્વર રાજાના કોઇ મહત્વના કામે બહાર ગયેલ છે તે વખતે મંત્રીશ્વરની પત્ની સુદર્શનને બોલાવવા ગઇ કે તમારા ભાઇ બિમાર છે. તમને યાદ કરે છે અને મળવા માગે છે તે માટે મને મોકલી છે તો ચાલો હું બોલાવવા આવી છું. સુદર્શના વિશ્વાસ રાખી તેના ઘરે ગયા, અંદર પેસતા બારણા બંધ કરી છેવટના રૂમમાં લઇ ગઇ, અને બારણા બંધ
Page 60 of 126
Page #61
--------------------------------------------------------------------------
________________
કરી કહ્યું કે ભાઇ નથી. મારાથી નથી રહેવાતું માટે તમને લાવી છું. સુદર્શને પોતાના શીલના રક્ષણ કરવા માટે કહ્યું કે બેન હું નપુંસક છું, એમ કહી બારણા ખોલી બહાર નીકળી ગયો. તે વખતે પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ કષાય ઉદયમાં છે. તેના બળે આવા સારા પરિણામ પેદા કરી પોતાના વ્રતની રક્ષા કરી શક્યો. ત્યારથી અભિગ્રહ દ્રઢ કર્યો કે કોઇના ઘરે જવું નહિ અને કોઇ બેનની સાથે વાતચીત કરવી નહિ. આ પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ કષાય ગણાય છે. આ કષાયની હાજરીમાં આયુષ્યનો બંધ પડે તો વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે.
પ્રત્યાખ્યાનીય, અપ્રત્યાખ્યાનીય કષાય
પાંચમા, દેશવિરતિ ગુણસ્થાનકનાં પરિણામમાં રહેલા જીવો જ્યારે વ્રત-નિયમ-પચ્ચક્ખાણ આદિનું વર્ણન સાંભળતા સાંભળતાં વીર્યોલ્લાસ પેદા થતાં મન-વચન-કાયાના વ્યાપાર વડે વ્રત-નિયમ-પચ્ચક્ખાણ ગ્રહણ કરે અને થોડા કાળ પછી આ કષાયનો ઉદય થતાં વીર્યોલ્લાસ મંદ પડી જાય કે તેના પ્રતાપે હીન પરિણામી પણ બની જાય અને મનમાં થયા કરે કે મેં ક્યાં આ નિયમ ગ્રહણ કર્યો, હવે મારાથી પળાતો નથી, નિયમ લીધો છે માટે તેનો ભંગ પણ થાય નહિ. આથી હવે લીધો છે તો પાલન કરી લ્યો. નિયમ લેતી વખતે કેટલા કાળ સુધી પાળવો તે મેં મનમાં ધારેલ ન હોવાથી થોડા દિવસ પાળી નિયમ છોડી દઉં તો મને દોષ લાગે કે નહિ ? મારો નિયમ ભાંગશે તો નહિને ? આ વિચારો કરી આ કષાયનો ઉદય જીવોને જ્યાં સુધી હોય છે ત્યાં સુધી આવા વિચારો કરાવી આર્તધ્યાન પણ પેદા કરાવે છે. માટે આ કષાયનો ઉદય જીવોને પોતાના લીધેલા વ્રત-નિયમ-પચ્ચક્ખાણ આદિમાં રસ ઓછો કરાવીને અતિચાર લગાડે છે. આથી અતિચાર દેશવિરતિપણું આ કષાયના ઉદયમાં હોય છે. આથી સાતિચાર દેશવિરતિવાળા જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમા વૈમાનિક દેવલોકનું પહેલા દેવલોકનું એટલે સૌધર્મ દેવલોકનું આયુષ્ય બાંધી શકે છે. પ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય કષાય
આ કષાય પાંચમા ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે. આ કષાયમાં વ્રત-નિયમ-પચ્ચક્ખાણ કરવાનો વીર્યોલ્લાસ જીવોને સારા રહે છે અને જે વ્રતાદિ લીધેલ હોય તેમાં અખંડ રીતે પાલન કરતાં કરતાં આગળ વધવાના ભાવ સુંદર ટકી રહે છે. માટે આ કષાયથી જીવો ષટ્ કર્મો સુંદર રીતે કરે છે. દેવપૂજા ગુરૂપાસ્તિઃ સ્વાધ્યાયઃ સંયમરૂપઃ ।
દાનંચેતિ ગૃહસ્થાનાં ષટ્ કર્માણિ દિને દિને || ૧ ||
૧. શ્રી અરિહંત પરમાત્માની પૂજા કરવી.
૨. ત્રિકરણ શુધ્ધિથી સુગરૂની સેવા કરવી. ૩. રોજ સ્વાધ્યાય કરવો.
૪. ઇન્દ્રિયોનો સંયમ કરવો.
૫. યથાશક્તિ તપ કરવો.
૬. સાતે ક્ષેત્રમાં યથાશક્તિ દાન કરવું.
જેમ પુણીયો શ્રાવક શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના કાળમાં આ કષાયના ઉદયથી શ્રાવકપણામાં સુંદર આરાધના કરતો હતો. પહેલા સુખી શ્રાવક હતો. પછી ભગવાન મલ્યા, દેશના સાંભળી અને સંયમ લેવાની શક્તિ ન હોવાથી સર્વસ્વનો સ્વેચ્છાએ ત્યાગ કરી પોતે જેટલી મૂડીમાં કમાણી કરી પોતે
Page 61 of 126
Page #62
--------------------------------------------------------------------------
________________
અને પોતાના ઘરવાળા માટેનું ભરણપોષણ કરી શકાય તે રીતે બજારમાંથી સાડાબાર દોકડાની મૂડીમાંથી પુણીયો વેચાતી લાવી, બજારમાં વેચતો હતો તેમાં બે જણનું પેટ ભરાય એટલું મલી જાય કે ધંધો બંધ કરી ધર્મની આરાધના કરતો હતો, તેમાં રોજ ત્રિકાલ પૂજા કરતો હતો. બે ટંક આવશ્યક (પ્રતિક્રમણ) કરતો હતો અને બાકીના ટાઇમમાં સામાયિક કરી સ્વાધ્યાય કરતો હતો. તેમાં એકવાર ભગવાનની દેશનામાં સાંભળવા મળ્યું કે શ્રાવકપણામાં આરાધના કરતાં એક સહ ધર્મીને પોતાની શક્તિ મુજબ જમાડી ભક્તિ કરે તો શ્રાવકપણાની આરાધના પૂર્ણ ગણાય. તે સાંભળી ચિંતવવા લાગ્યો કે બે જણનું માંડ પૂર્ણ કરૂં છું તો સાધર્મિકને શી રીતે જમાડી ભક્તિ કરૂં ? આ વિચાર સવારમાં ઉઠતાં આવતા ચિંતવવા લાગ્યો તેમાં ધર્મપત્નીએ કહ્યું કે શું વિચારો છો ? ત્યારે પુણીયા શ્રાવકે તે વાત જણાવી એટલે શ્રાવિકાએ કહ્યું કે એમાં વિચાર શું કરો છો ? આપણે રોજ એક સાધર્મિકને જમાડી ભક્તિ કરી શકીએ ! ત્યારે પુણીયા શ્રાવકે કહ્યું શી રીતે ? તો શ્રાવિકાએ કહ્યું કે એક દિવસ તમારે ઉપવાસ કરવાનો. એક દિવસ મારે ઉપવાસ કરવાનો. તો તેમાં એક સાધર્મિકની ભક્તિ થઇ શકે. પુણીયા શ્રાવકે કહ્યું કે મારા કરતાં ધર્મમાં તું ચઢી. એ જ દિવસથી તે ચાલુ કર્યું. આવા વિચારો જે રહે છે તેમાં આ પ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય કામ કરે છે.
પ્રત્યાખ્યાનીય સંજ્વલન કષાય
આ કષાયનો ઉદય પાંચમા ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે. આ કષાયના કાળમાં જીવોને સુખમય સંસારને છોડીને સર્વવિરતિ લઇ સુંદર રીતે આરાધના કરવાનું મન થતાં પોતાની શક્તિ મુજબ સર્વસ્વનો ત્યાગ કરી સંયમનો સ્વીકાર કરી નિરતિચારપણે સંયમનું પાલન કરે છે અને તેમાં જ્ઞાનાભ્યાસ કરતાં કરતાં દેશવિરતિના પરિણામનો નાશ કરવા માટે પ્રયત્ન કરતો રહે છે. પ્રત્યાખ્યાનીય કષાય હોવાથી સર્વવિરતિની ભાવના હોવા છતાં પરિણામ આવતાં નથી અને સાથે સંજ્વલન કષાયનો ઉદય હોવાથી સંયમ લઇ સુંદર રીતે પાલન કરતાં તે કષાયનો નાશ કરવા પ્રયત્ન કરે છે. આ કષાયના ઉદયકાળમાં આયુષ્યનો બંધ થાય તો વૈમાનિક દેવનું આયુષ્ય અવશ્ય બંધાય છે.
સંજ્વલન અનંતાનુબંધિ કષાય
આ કષાયનો ઉધ્ય છટ્ટા પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનનાં પરિણામમાં રહેલા જીવોને હોય છે. આ કષાય સ્વાભાવિક રૂપે ઉદયમાં હોતો નથી. પણ પુરૂષાર્થ કરીને પેદા કરવા પડે છે. જ્યારે શાસનનો ઉહાહ થતો હોય અથવા શાસન પ્રભાવનાનું કાંઇ કાર્ય હોય તે વખતે શક્તિ સંપન્ન મહાત્મા પોતાની શક્તિનો ઉપયોગ કરી પુરૂષાર્થથી આ કષાય પેદા કરે છે ન કરે તો તે મહાત્માઓનો અનંત સંસાર વધી જાય છે એમ જ્ઞાની ભગવંતોએ કહેલું છે.
આ કષાયનો ઉધ્ય સ્વાભાવિક રીતે થતો નથી પણ પુરૂષાર્થથી પેદા કરવો પડે. તે કષાય લાવવા માટે તે જીવો ધીમે ધીમે પ્રયત્ન કરી પછી જોરદાર આ કષાયનો ઉદય પેદા કરે છે. જેમ કે આચાર્ય ભગવંત કાલિકસૂરિ મહારાજાના શાસનમાં જે રાજા ગર્ભભિલ્લ રાજ્ય કરતો હતો તેને સાધ્વીજીનું રૂપ જોઇ તેને પડીને પોતાના અંતઃપુરમાં દાખલ કરી દીધી. આ સમાચાર આચાર્ય ભગવંતને તથા સંઘને મળ્યા. આચાર્ય મહારાજાએ સંઘના શ્રાવકોને તૈયાર કરી રાજાને સમજાવવા મોકલ્યા, પણ રાજા માનતો નથી. પછી આચાર્ય ભગવંત ખુદ જઇ તે રાજાને સમજાવવા પ્રયત્ન કરે છે. પણ રાજા સમજતો નથી, ત્યારે
Page 62 of 126
Page #63
--------------------------------------------------------------------------
________________
આચાર્ય ભગવંતે પાંચ આગેવાન શ્રાવકોને બોલાવી કહ્યું કે, રાજા આમ માનતા નથી, માટે તેને મનાવવા અને સાધ્વીજી મહારાજનાં શીલનું રક્ષણ કરવા માટે હવે મારી શક્તિ છતાં તેનો ઉપયોગ ન કરું અને સાધ્વીજીને ન છોડાવું તો અત્યાર સુધી ભગવાનના શાસનમાં જેટલા નિન્દવો થઇ ગયા તેઓએ જેટલું પાપ ઉપાર્જન કર્યું તે સઘળું પાપ મને લાગે એવો વિચાર કરી આ ગુસ્સો ઉદયમાં લાવીને શ્રાવકોને કહ્યું કે હવે હું ગાંડો થાઉં છું, કપડા કાઢીને ગામમાં ત્રણ દિવસ રખડીશ, અને પછી ગામ છોડીને ભાગી જઇશ, અને બીજા દેશમાં ચાલી જઇશ તે જાણશો.
એમ કહી કપડા કાઢી ગામમાં તાં તાં બોલે છે કે અરાજકમ્ જગત્ ! જગતમાં કોઇ રાજા રહ્યો નથી એમ ત્રણ દિવસ ગામમાં ફ્રી ગામ છોડી બીજા દેશમાં ચાલ્યા ગયા. ત્યાં રાજાને પ્રતિબોધ કરીને રાજાની સાથે તેને લઇને યુધ્ધ કરવા માટે ઘોડા ઉપર બેસીને ખુલ્લી તલવાર સાથે મેદાનમાં આવ્યા. ત્યાં રાજાની સામે ઘોડો લઇ જઇ ઘોડા ઉપરથી રાજાને નીચે પાડી તેની છાતી ઉપર ચઢીને રાજાને કહ્યું કે, બોલ મને ઓળખે છે ? હું કોણ છું ? સાધ્વીજીને છોડી દે તો જીવતો છોડું નહિંતર આ તલવારથી તારા મસ્તકનો છેદ કરી નાખીશ ! રાજા ઓળખી ગયો, માફી માગી. સાધ્વીજીને છોડી દીધી ! જો આ વખતે ગુસ્સામાં અને ગુસ્સામાં ઉપયોગ ન રહ્યો હોત અને તલવારથી મસ્તકનો છેદ કરી નાંખ્યો હોત તો પહેલું ગુણસ્થાનક પ્રાપ્ત થઇ જાત અને અનંતાનુબંધિ અનંતાનુબંધિ કષાય ઉદયમાં આવી જાત. પણ ઉપયોગ બરોબર રાખીને શીલ રક્ષા માટે કષાય કરેલો હોવાથી આ પ્રશસ્ત કષાયના કારણે રાજાને તરત જ છોડી દીધો. આ સજ્વલન અનંતાનુબંધિ કષાય કહેવાય છે.
આવી જ રીતે વિષ્ણુકુમાર મુનિએ સાધુ સંસ્થાના રક્ષણ માટે સંજ્વલન અનંતાનુબંધિ કષાય કરેલ હતો. તે આ રીતે
વિષ્ણુકુમાર મુનિના ભાઇ રાજા હતા. તેના દેશમાં સાધુભગવંતો વિચરતા હતા. તે રાજાનો મંત્રી. હતો તે સાધુઓનો દ્વેષી હતો તે મત્રીએ રાજાને વિશ્વાસમાં લઇ સાત દિવસ રાજ્ય પોતે મેળવી રાજા થયો. છે. તે નમુચિ રાજાએ સાધુઓને હુકમ કર્યો કે મારા રાજ્યમાંથી વિહાર કરી ચાલતાં થઇ જાવ, સાત દિવસમાં મારા દેશની હદ પૂર્ણ કરો તે વખતે આ રાજા છ ખંડના માલિક છે. સાત દિવસમાં શી રીતે મહાત્માઓ જઇ શકે ? અને છ ખંડ છોડી મહાત્મા ક્યાં રહે ? આ રીતે મહાત્માઓએ રાજા પાસે જઇ વાત કરી, વિનંતી કરી પણ તે માનવા તૈયાર નથી. આથી આચાર્ય ભગવંતે મકાનમાં આવી સાધુઓને ભેગા કરી કહ્યું કે કોઇ મહાત્માની પાસે શક્તિ છે, વિધા છે તો વિષ્ણુકુમાર મુનિને બોલાવી લાવવાના છે. કારણ કે તેમના વગર કામ થશે નહિ ! ત્યારે એક મહાત્માએ કહ્યું, કે મારી પાસે તે જ્યાં છે ત્યાં પહોંચવાની શક્તિ રૂપે વિધા છે, પણ પાછા આવવાની નથી ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, હમણાં જ જલ્દી
ત્યાં પહોંચો નહિંતર પછી ધ્યાનમાં બેસી જશે તો આવશે નહિ. એ આજ્ઞા લઇ તે મહાત્મા આકાશ ગામિની વિધાથી વિષ્ણુકુમાર મુનિ પાસે પહોંચ્યા, મહાત્માએ કહ્યું કે ગુરૂ મહારાજે મોકલ્યો છે અને આપને પાછા લઇ જવા એટલે ત્યાં બોલાવ્યા છે. વિષ્ણુકુમાર તહત્તિ કહી મહાત્માને ખભા ઉપર બેસાડી ત્યાં લઇને આવ્યા. ગુરૂ ભગવંતને વંદન કર્યું. પછી પૂછે છે સેવકને કેમ યાદ કર્યો ? આચાર્ય ભગવંતે બધી વાત જણાવી ત્યારે વિષ્ણુકુમાર મુનિ કહે છે હું જાઉં છું, સમજાવું છું, પોતે રાજસભામાં જઇ નમુચિ રાજાને સમજાવે છે. ભાઇને પણ બોલાવીને સમજાવે છે, છેલ્લે હું રાજાનો ભાઇ છું તો મને થોડી વધારે રહેવા માટે જગ્યા આપ એમ જણાવ્યું. ત્યારે નમુચિએ કહ્યું કે તમોન ત્રણ પગલા જગ્યા રહેવા માટે આપીશ ત્યારે વિષ્ણુકુમાર મુનિએ કહ્યું કે હાલ ચોમાસુ શરૂ થાય છે સાત દિવસમાં છ ખંડનું રાજ છોડી ક્યાં જઇએ ?
Page 63 of 126
Page #64
--------------------------------------------------------------------------
________________
અને ત્રણ ડગલામાં શી રીતે રહી શકીએ ? માટે થોડો વિચાર કરી વધારે જગ્યા રહેવા માટે આપો પણ નમુચિએ ના પાડી. એટલે વિષ્ણુકુમાર મુનિ તે વખતે સંજ્વલન અનંતાનુબંધિ કષાયનો ઉદય પેદા કરી વક્રીય લબ્ધિ વડે લાખ યોજનની કાયા કરી એક પગ ઉત્તરના છેડે અને બીજો પગ દક્ષિણના છેડે એમ છ ખંડની બન્ને બાજુ મુકી નમુચિને લોહી વમતો સિંહાસન ઉપરથી નીચે પાડી બોલ્યા કે બોલ ત્રીજો પગ ક્યાં મુકુ ? એમ જણાવ્યું. ત્યારે ત્યાં લોકો ભેગા થઇ ગયા માફી માગી. પણ વિષ્ણુકુમાર મુનિને તો ખબર નથી. આથી તેમનો ગુસ્સો શાંત પાડવા માટે દેવતાઓ નગારા તેમના કાન પાસે વગાડે છે અને મહાત્મા શાંત
યા. આ રીતે આ કષાય પેદા કરી સાધુ સમુદાયની રક્ષા કરી. આ વખતે જો ત્રીજો પગ નમુચિ રાજાની છાતી ઉપર મુકી દીધો હોત અને તે જો મરણ પામ્યો હોત તો તે વખતે અનંતાનુબંધિ અનંતાનુબંધિ કષાય પેદા થઇ જાત. એટલે છઠ્ઠા ગુણસ્થાનકમાંથી તે સીધા પહેલા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી દેત.
સંજ્વલન અપ્રત્યાખ્યાનીય કષાય
આ કષાયનો ઉદય છઠ્ઠા ગુણસ્થાનકે હોય છે. આ ઉદયકાળમાં જીવોને સર્વવિરતિમાં અતિચાર લગાડે છે. કાંઇક અંતરમાં કષાયના કારણે વિરતિમાં બળતરા પેદા થયા કરે તથા જે વ્રત-નિયમ-પચ્ચખાણ કરેલ હોય તેનાથી આગળ વધવાની ભાવના થવા દે નહિ. બીજા નથી કરતાં તેના કરતાં આટલું કરીએ છીએ એય ઘણું છે એવી ભાવના રહ્યા કરે. સાતિચાર ચારિત્રનું પાલન એટલે કે સંયમ જીવનમાં અતિચાર પૂર્વકનું ચારિત્ર આ કષાયથી જીવો આચરે છે અને તે વખતે આયુષ્યનો બંધ પડે તો વૈમાનિક દેવલોકનું પણ કિબ્લિષીયા દેવોનું આયુષ્ય બાંધી શકે છે. મોટેભાગે કિલ્બિપીયા દેવોમાં ઉત્પન્ન થયેલા જીવો જે હોય છે તેઓનું સમકીત દુર્લભ થાય છે. મહામુશીબતે પછી સમકીત પામી શકે છે. માટે જીવનમાં આ કષાય ન આવી જાય તેની સતત કાળજી રાખવા જેવું છે.
સંજવલન પ્રત્યાખ્યાનીચ કષાયા
આ કષાયનો ઉદય પણ જીવોને છઠ્ઠા ગુણસ્થાનકે હોય છે. સંયમનો પરિણામ પ્રાપ્ત કર્યા પછી પોતાની શક્તિ મુજબ તે પરિણામની વૃદ્ધિ કરવા માટે, તેમાં સ્થિરતા લાવવા માટે, તપ-જપ વગેરે વિશેષ રીતે કરવાનું મન થયા કરે છે. અને તે જીવો તે તપ વગેરે સારી રીતે કર્યા કરે છે. આ કષાયના ઉદયકાળમાં જીવ સાવધ ન રહે તો અપ્રશસ્ત કષાય બની જાય અને આત્માને નુક્શાન કરનારો પણ બને છે. માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે છઠ્ઠા ગુણસ્થાનકના પરિણામમાં અપ્રશસ્ત કષાયના ઉદયથી જીવોને જે શુભ પ્રકૃતિઓ સારા રસે બંધાય છે. તે બંધાયેલો રસ સત્તામાં રહેલી અશુભ પ્રવૃતિઓમાં સંક્રમ પામીને એટલે અશુભ પ્રકૃતિ રૂપે તે રસ બની નિકાચીત પણ બની શકે છે.
જેમકે શ્રી મલ્લીનાથ તીર્થકર બન્યા તેમાં ત્રીજા ભવે જ્યારે જિનનામ નિકાચીત કરતા હતા ત્યારે તેમના જીવે પોતાની સાથે બીજા પાંચ મિત્રોને પ્રતિબોધ કરીને સંયમની ભાવના પેદા કરાવી. સંયમ અપાવેલ એમ બધા સાથે સુંદર રીતે સંયમનું પાલન કરે છે. તેઓ સાથે તપ કરે છે તેમાં ગુરૂ ભગવંત બીજા મિત્રોના તપની પ્રશંસા કરે છે. પણ પોતાના તપની પ્રશંસા કરતા નથી તેથી અંતરમાં વિચાર આવે છે કે હું જેઓને પ્રતિબોધ કરીને લાવ્યો તેમની પ્રશંસા થાય છે મારી નહિ. આથી પોતાની પ્રશંસા કરાવવા માટે પારણાના દિવસે કોઇપણ વ્હાનું કાઢીને ગુરૂ મહારાજ પાસે રજા લઇ તપ કરતા હતાં. તેમાં વિશેષ તપ થતો હોવાથી ગુરૂ ભગવંત તેમની પ્રશંસા કરવા લાગ્યા આ રીતે માયા સેવીને તપ કરતાં અને પ્રશંસા સાંભળી
Page 64 of 126
Page #65
--------------------------------------------------------------------------
________________
રાજી થતાં તેમાં જે પુરૂષવેદનો રસ બંધાતો હતો તે સત્તામાં રહેલ ત્રીવેદના રસમાં સંક્રમ થઇ થઇને સ્ત્રીવેદની સ્થિતિ અને રસ વધારી દીધેલ તથા તે સ્ત્રીવેદની સ્થિતિ અને રસ નિકાચીત કરેલ. આ રીતે જીવો અપ્રશસ્ત સંજ્વલન કષાયથી અશુભ પ્રકૃતિઓનો સ્થિતિ અને રસ સંક્રમ દ્વારા વધારી શકે છે તેને જ્ઞાની ભગવંતો સ્ત્રીવેદ બાંધ્યો એમ પણ કહે છે. આ રીતે તે સ્ત્રીવેદની સ્થિતિ અને રસ એવા નિકાચીત કર્યા કે જેના કારણે અનુત્તર વિમાનમાં તેત્રીશ સાગરોપમના દેવ થયા તો પણ તે સ્ત્રીવેદનું એક પણ દલિક (પુગલ) પુરૂષવેદમાં સંક્રમીત થઇને પ્રદેશોદયથી ભોગવી શકાયું નહિ અને તેત્રીશ સાગરોપમ સુધી પુરૂષ વેદના ઉદયને ભોગવીને સ્ત્રીવેદનો વિપાકથી ઉદય થયો આથી સ્ત્રી તીર્થકર તરીકે ઉત્પન્ન થયા આ રીતે અનંતી ઉત્સરપિણી અને અનંતી અવસર્પિણી કાળ પછી આવું બને છે.
આ કારણથી એ વિચાર કરવાનો કે જે ગુણસ્થાનકે પ્રકૃતિનો બંધ ન હોવા છતાંય અપ્રશસ્ત કષાયના પ્રતાપે અશુભ પ્રકૃતિનો સ્થિતિ અને રસ વધી શકે છે. નિકાચીત થઇ શકે છે અને અવશ્ય ભોગવવો પડે છે માટે આ કષાયોથી કેટલી સાવચેતી રાખીને આરાધક ભાવ ટકાવી રાખી આગળ વધવું પડે. આથી જ્ઞાની ભગવંતોએ જે કહ્યું છે કે સમય ગોયમ મા પમાયએ કે હે ગૌતમ એક ક્ષણ જેટલો પણ પ્રમાદ કરીશ નહિ. !
સંજ્વલન સંજ્વલન કષાય
આ કષાય છઠ્ઠા ગુણસ્થાનકથી દશમાં ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે તેમાં છઠ્ઠા ગુણસ્થાનકે નિરતિચાર ચારિત્ર પાળવામાં સહાયભૂત થાય છે અને સંયમ સ્થાનો અસંખ્યાતા-અનંતગુણ-અનંતગુણ વિશુદ્ધિવાળા કહ્યા છે તેમાં જીવ વિશુદ્ધિ પ્રાપ્ત કરતો કરતો આગળ વધતો જાય છે અને તે વિશુદ્ધિના બળે જીવ કષાય મંદ કોટીનો બનાવી અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્તે સાતમાં ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરતો જાય છે. આથી છઠ્ઠા ગુણસ્થાનકમાં આ કષાયની જેવી માત્રા હોય છે તેનાથી સાતમાં ગુણસ્થાનકમાં મંદ કોટીની માત્રા હોય, તેનાથી નવમાં ગુણસ્થાનકમાં વિશુદ્ધિ વધેલી હોવાથી કષાયની માત્રા એકદમ મંદ હોય છે અને દશમા ગુણસ્થાનકે તેનાથી એકદમ મંદ માત્રા રહેલી હોય છે.
આ કષાયની હાજરીમાં છઠ્ઠા ગુણસ્થાનકે જીવો આયુષ્યનો બંધ કરી શકે તો અનુત્તર દેવનું તેત્રીશ. સાગરોપમનું આયુષ્ય બાંધી શકે છે. તે આયુષ્ય બાંધતા બાંધતા જીવો સાતમા ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરે તો આયુષ્યનો બંધ હોય છે પણ ત્યાં સાતમાં ગુણસ્થાનકમાં નવા આયુષ્યનાં બંધની શરૂઆત કરતાં નથી. કારણ કે કષાયની મંદતા થયેલી હોવાથી તથા પરિણામ વિશુદ્ધ બનેલો હોવાથી આયુષ્ય બંધની અયોગ્યતા રૂપે ગણાય છે. આથી સાત-આઠ-નવ અને દશ એ ચાર ગુણસ્થાનકમાં જીવો આયુષ્યનો બંધ કરતાં નથી.
આ કષાયની મંદતામાં સાતમાં ગુણસ્થાનકમાં રહેલા જીવો ધર્મધ્યાન અને શુક્લધ્યાન પ્રાપ્ત કરી શકે છે. પછી મન-વચન-કાયાનું વીર્ય એકઠું કરી સામર્થ્ય વધારી જો તાકાત હોય તો ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે અને એટલું સામર્થ્ય ન હોય તો ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરે છે અને આઠમાં ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ અનંતગુણ વિશુદ્ધિના બલે કષાયની માત્રા મંદ કરીને જીવ નવમાં ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરે છે. ત્યાં ચારિત્ર મોહનીયની એકવીશ પ્રકૃતિઓમાંથી એક સંજ્વલન લોભ સિવાય બાકીની વીશ પ્રકૃતિઓનો ક્ષપકશ્રેણિવાળા જીવો ક્ષય કરે છે અને ઉપશમશ્રેણિવાળા જીવો ઉપશમ કરે છે. ત્યાર પછી અનંતગુણ વિશુદ્વિએ જીવ દશમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. ત્યાં સંજ્વલન લોભનો ઉદય એકદમ મંદ
Page 65 of 126
Page #66
--------------------------------------------------------------------------
________________
કોટીનો હોય છે. જ્યારે જીવો અગ્યારમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. એટલે કે ઉપશમશ્રેણિવાળા જીવો તે ગુણસ્થાનકને પામે ત્યાં મોહનીય કર્મનો સર્વથા ઉપશમ હોય છે અને ક્ષપકશ્રેણિવાળા જીવો મોહનો સર્વથા ક્ષય કરીને બારમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે.
ક્યાં ક્યાં રહેલા જીવોને કયા કયા કષાયો હોય છે તેના વર્ણન.
૧. એકથી છ નારકીમાં રહેલા જીવોને પહેલા ગુણસ્થાનકે અનંતાનુબંધિ-અનંતાનુબંધિ અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય. અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય અને
અનંતાનુબંધિ સંજ્વલન કષાયો હોય છે. તેમાં અનંતાનુબંધિ અનંતાનુબંધિ કષાયની હાજરીમાં આયુષ્યનો બંધ કરેતો ક્રુર અને ઘાતકી પરિણામવાળા પંચેન્દ્રિય તિર્યંચનું આયુષ્ય બાંધી શકે છે.
અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય કષાયની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો ક્રુર અને ઘાતકી પરિણામ સિવાયના સામાન્ય પરિણામવાળા પંચેન્દ્રિય તિર્યંચનું આયુષ્ય બાંધી શકે છે.
અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાયની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો અનાર્ય ક્ષેત્ર આદિનું તથા આર્ય ક્ષેત્રાદિમાં જ્યાં ધર્મ સામગ્રી પ્રાપ્ત ન થાય એવા ક્ષેત્રવાળા મનુષ્યનું આયુષ્ય બાંધી શકે છે.
અનંતાનુબંધિ સંજ્વલન કષાયની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો આર્યદેશાદિ ધર્મ સામગ્રીની પ્રાપ્તિવાળા મનુષ્યપણા રૂપે બાંધી શકે છે
બીજા ગુણસ્થાનકે અનંતાનુબંધિ અનંતાનુબંધિ કષાય મોટેભાગે હોતો નથી કારણ કે ત્યાં જઘન્ય યોગ હોય છે. અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય કષાય-અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાય-અનંતાનુબંધિ સંજ્વલન કષાય હોઇ શકે છે. અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય કષાયથી તિર્યંચા, બાંધે અને અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય અને અનંતાનુબંધિ સંજ્વલન કષાયથી મનુષ્ય આયુષ્ય બાંધી શકે છે.
ત્રીજા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય કષાય મોટે ભાગે જીવોને હોય છે.
ચોથા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ- અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય-અપ્રત્યાખ્યાનીય- પ્રત્યાખ્યાનીય-અપ્રત્યાખ્યાનીય સંવલન કષાયો હોય છે.
અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ કષાયના કાળમાં પોતાના કરેલા પાપની નિંદા કરતાં કરતાં પોતાના પાપોને ખપાવતાં જાય છે અને દુ:ખ વેઠવામાં સુંદર સમાધિ જાળવી શકે છે. આ ચારેય પ્રકારના કષાયમાં આયુષ્યનો બંધ થાય તો નિયમા મનુષ્ય આયુષ્ય બાંધી શકે છે અને સમકીત લઇને મનષ્યમાં આવી શકે છે.
સાતમી નારકીમાં રહેલા જીવોને પહેલા ગુણસ્થાનકે અનંતાનુબંધિ અનંતાનુબંધિ આદિ ચારેય કષાયો હોય છે. તે ચારેય પ્રકારના કષાયોથી આયુષ્યનો બંધ કરે તો નિયમાં તિર્યંચ આયુષ્ય બાંધે છે. તેમાં પહેલા બે કષાયોથી દુર અને ઘાતકી પરિણામવાળા તિર્યંચનું અને છેલ્લા બે કષાય દ્વારા સામાન્ય પરિણામવાળા તિર્યંચનું આયુષ્ય બંધાય છે.
આ જીવો બીજા-ત્રીજા-ચોથા ગુણસ્થાનકે આયુષ્ય બાંધતા ન હોવાથી તે કષાયો તે રૂપે હોય છે. તિર્યંચ ગતિને વિષે-એકેન્દ્રિય જીવોને વિષે અનંતાનુબંધિ અનંતાનુબંધિ-અનંતાનુબંધિ
Page 66 of 126
Page #67
--------------------------------------------------------------------------
________________
અપ્રત્યાખ્યાનીય- અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય-અનંતાનુબંધિ સંજ્વલન એમ ૪ કષાયો હોય તેમાં અનંતા-અનંતામાં આયુષ્યનો બંધ કરે તો નિગોદનું આયુ બાંધી શકે છે. અનંતા. અપ્રત્યા. માં આયુષ્ય બાંધે તો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચ સુધીમાંથી કોઇપણનું બાંધી શકે છે. અનંતા. પ્રત્યા. માં આયુષ્ય બાંધે તો મનષ્યનું અનાર્ય ક્ષેત્રાદિનું બાંધે. અનંતા. સંજ્વલનમાં આયુ બાંધે તો મનુષ્યનું આર્યદેશાદિ ધર્મ સામગ્રી પ્રાપ્ત થાય એવું યાવત્ તીર્થંકરની માતા થઇ શકે એવું આયુષ્ય બાંધી શકે છે.
વિકલેન્દ્રિય જીવોને અનંતા. અનંતા-અનંતા. અપ્રત્યા-અનંતા. પ્રત્યા. અને અનંતા. સંજ્વલન એમ ચાર કષાયો હોય છે. તેમાં અનંતા. અનંતા. કષાયથી એકેન્દ્રિયનું નિગોદનું આયુષ્ય બાંધી શકે છે. અનંતા. અપ્રત્યાથી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચમાંથી કોઇનું પણ આયુષ્ય બાંધી શકે છે.
વિકલેન્દ્રિયપણામાંથી મનુષ્ય થાય તે જીવો તે ભવમાં મોક્ષે જતાં નથી. વધારેમાં વધારે સાતમા ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરી શકે છે.
અસન્ની અપર્યાપ્તા તથા સન્ની લબ્ધિ અપર્યાપ્તા જીવોને અનંતા. અનંતા-અનંતા અપ્રત્યા-અનંતા. પ્રત્યા-અનંતા. સંજ્વ. એમ ૪ કષાયો હોય છે તેમાં અનંતા. અનંતા. કાયમાં આયુષ્યનો બંધ કરે તો નિગોદનું આયુ બાંધી શકે છે.
અનંતા. અપ્રત્યા. કષાયમાં આયુ. બાંધે તો એકેન્દ્રિયથી પંચે. તિર્યંચ સુધીમાંથી કોઇનું પણ આયુ બાંધી શકે છે.
અનંતા. પ્રત્યા. કષાયમાં મનુષ્યનું અનાર્ય ક્ષેત્રાદિનું અને અનંતા. સંજ્વમાં મનુષ્યનું આર્ય ક્ષેત્રાદિનું ધર્મ સામગ્રી સંપન્ન રૂપે આયુ બાંધી શકે છે.
અસન્ની પર્યા. તિર્યંચોને અનંતા. અનંતા-અનંતા-અપ્રત્યા.-અનંતા. પ્રત્યા. અને અનંતા. સંજ્વલન એમ ૪ કષાયો હોય છે. તેમાં અનંતા અનંતાનુબંધિ કષાયમાં આયુષ્યનો બંધ કરે તો પહેલી નારકીનું પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું આયુષ્ય બાંધી શકે છે. આથી વધારે આયુષ્ય બાંધી શકતા નથી. અનંતા. અપ્રત્યાખ્યાનીય કષાયથી આયુષ્યનો બંધ કરે તો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચપણામાંથી કોઇનું પણ આયુષ્ય બાંધી શકે છે. તેમાં પંચેન્દ્રિય તિર્યંચનું વધારેમાં વધારે આયુષ્યનો બંધ કરે તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું બાંધી શકે છે.
અનંતા. પ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી આયુષ્યનો બંધ કરે તો મનુષ્યનું આયુષ્ય જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું આયુષ્ય બાંધી શકે છે.
અનંતા. સંજ્વલન કષાયથી આયુષ્યનો બંધ કરે તો દેવનું આયુષ્ય જઘન્યથી દશ હજાર વરસનું અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું આયુષ્ય બાંધી શકે છે.
સન્ની પર્યાપ્તા - તિર્યંચના જીવોને પહેલા ગુણસ્થાનકે ચારેય કષાય હોય છે.
અનંતા. અનંતા
અનંતા. અપ્રત્યા.
અનંતા. પ્રત્યા.
અનંતા. સંજ્વલન.
અનંતા. અનંતાનુબંધિ કષાયથી આ જીવો એકથી સાત નારકીમાંથી કોઇપણ નરકનું આયુષ્ય બાંધી શકે છે.
જઘન્ય આયુષ્ય - ૧૦ હજાર વરસ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું બાંધે છે. આથી દશ હજાર વરસથી એક સમય અધિક અધિક કરતાં તેત્રીશ સાગરોપમ સુધીનાં જેટલા સમયો થાય એટલા સમયો જેટલા અનંતાનુબંધિ અનંતાનુબંધિ કષાયના મધ્યમ પરિણામના આયુષ્ય બાંધવાની યોગ્યતાવાળા
Page 67 of 126
Page #68
--------------------------------------------------------------------------
________________
અધ્યવસાયો હોય છે.
અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય કષાયના ઉધ્યમાં જીવો આયુષ્યનો બંધ કરે તો એકેન્દ્રિયથી સન્ની. પંચેન્દ્રિય તિર્યચોમાંથી કોઇનું પણ આયુષ્ય બાંધી શકે છે.
જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી ૩ પલ્યોપમનું આયુષ્ય બાંધી શકે છે. આથી એક અંતર્મુહૂર્ત એક સમય અધિકથી શરૂ કરી ત્રણ પલ્યોપમ સુધીનાં જેટલા સમયો થાય એટલા સમયોના આયુષ્ય બાંધવાના અધ્યવસાય સ્થાનો મધ્યમ કષાયના હોય છે.
અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાયથી આ જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમાં મનુષ્ય આયુષ્ય બાંધે છે. જઘન્યથી એક અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમનું બાંધી શકે છે. આથી જઘન્ય એક અંતર્મુહૂર્ત એક સમય અધિક-બે સમય અધિક યાવત્ . ત્રણ પલ્યોપમ સુધીમાં જેટલા સમયો થાય એટલા અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાયના મધ્યમ પરિણામવાળા આયુષ્ય બંધના અધ્યવસાય સ્થાનો થાય છે.
અનંતાનુબંધિ સંજ્વલન કષાયની હાજરીમાં આ જીવો આયુષ્યનો બંધ કરે તો દેવાયુષ્યનો બંધા કરે છે. જઘન્યથી દશ હજાર વરસનું અને ઉત્કૃષ્ટથી ૧૮ સાગરોપમનું આયુષ્ય બાંધી શકે છે. આથી દશ હજાર વરસ એક સમય અધિક-બે સમય અધિક આદિ કરતાં કરતાં યાવત ૧૮ સાગરોપમ સુધીનાં જેટલા સમયો થાય એટલા અનંતાનુબંધિ સંજવલન કષાયના મધ્યમ કષાયના આયુષ્ય બંધના અધ્યવસાય સ્થાનો પ્રાપ્ત થાય છે.
બીજા ગુણસ્થાનકે આ જીવોને અનંતા-અપ્રત્યા. અનંતા-પ્રત્યા. અને અનંતા-સંજ્વલન કષાય ઉદયમાં હોય છે એમાં આયુષ્યનો બંધ કરે તો અનંતા-અપ્રત્યા. થી તિર્યંચનું આયુષ્ય બાંધે અનંતા-પ્રત્યા. કષાયથી આયુષ્યનો બંધ કરે તો મનુષ્ય આયુ બાંધે છે અને અનંતા. સંજ્વલન કષાયથી આયુષ્યનો બંધ કરે તો દેવાયુષ્ય બાંધે છે.
ત્રીજા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય હોય છે.
ચોથા ગુણસ્થાનકે અપ્રત્યા-અનંતા, અપ્રત્યા-અખત્યા, અપ્રત્યા-પ્રત્યા. અને અપ્રત્યા-સંજવલના એમ ચારેય કષાયનો ઉદય હોય છે. આ ચારેય કષાયથી આયુષ્યનો બંધ થાય તો આ જીવો નિયમ દેવાયુષ્યનો બંધ કરે છે.
- પાંચમાં ગુણસ્થાનકે આ જીવોને પ્રત્યાખ્યાનીય- અનંતાનુબંધિ-પ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય સંજ્વલન એમ ચારેય કષાયો ઉદયમાં હોઇ શકે છે. અને આ ચારે કષાયમાં વિધમાન જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમા દેવાયુષ્ય બાંધે છે. આ તિર્યંચમાં રહેલા જીવોને પણ પ્રત્યાખ્યાનીય સંજ્વલન કષાયના ઉદયથી અનંત | વિશુદ્ધિ પેદા થતાં મનથી સર્વ સાવધનાં પચ્ચક્ખાણ કરી અનશન કરી સર્વવિરતિ જેવા પરિણામને પ્રાપ્ત કરી શકે છે. મનુષ્ય ગતિને વિષે
ગુણસ્થાનકમાં જે કષાયોનું સામાન્યથી વર્ણન કરી દશમાં ગુણસ્થાનક સુધી કષાયો જણાવ્યા છે તે પ્રમાણે વર્ણન સમજવું. દશમાના અંતે સર્વથા કષાયોનો ક્ષય કરી જીવો બારમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે અને ત્યાં અંતર્મુહર્ત રહી પછી જીવો કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. દેવગતિને વિષે
Page 68 of 126
Page #69
--------------------------------------------------------------------------
________________
ભવનપતિ-વ્યંતર. જ્યોતિષ અને વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવોને પહેલા ગુણસ્થાનકે-૧. અનંતાનુબંધિ અનંતાનુબંધિ- ૨. અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય-૩. અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય-૪. અનંતાનુબંધિ સંજ્વલન એમ ૪ કષાયો હોય છે.
અનંતાનુબંધિ-અનંતા. કષાયથી જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમા એકેન્દ્રિયનું આયુષ્ય બાંધે છે. તેમાં પણ બાદર પર્યાપ્ત પ્રત્યેક રૂપે પૃથ્વીકાયનું-અકાયનું કે પ્રત્યેક વનસ્પતિકાયનું આયુષ્ય બાંધી શકે છે.
અનંતાનુબંધિ-અપ્રત્યાખ્યાનીય કષાયથી આ જીવો આયુષ્યનો બંધ કરે તો સન્ની પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોનું આયુષ્ય બાંધે છે. તેમાં જઘન્ય આયુષ્ય બાંધતા નથી. મધ્યમ આયુષ્યથી શરૂ કરીને ઉત્કૃષ્ટથી પૂર્વ ક્રોડ વરસનું આયુષ્ય બાંધી શકે છે.
અનંતાનુબંધિ પ્રત્યા, કષાયથી આ જીવો આયુષ્યનો બંધ કરે તો મનુષ્યનું આયુષ્ય બાંધે છે તેમજ અનંતાનુબંધિ સંજ્વલન કષાયથી પણ મનુષ્ય આયુષ્ય બાંધી શકે છે તેમાં જઘન્ય આયુષ્યનો બંધ કરતાં નથી પણ મધ્યમ આયુષ્યથી શરૂ કરી ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વરસન આયુષ્ય બાંધી શકે છે.
બીજા ગુણસ્થાનકે-અનંતાનુબંધિ-અપ્રત્યાખ્યાનીય કષાયથી તિર્યંચ આયુષ્ય પંચેન્દ્રિય તિર્યંચનું બંધાય છે. અનંતાનુબંધિ-પ્રત્યા. અને અનંતાનુબંધિ-સંજ્વલન કષાયથી મનુષ્ય આયુષ્ય બાંધે છે.
ચોથા
ગુણસ્થાનકે-અપ્રત્યાખ્યાનીય-અનંતાનુબંધિ-અપ્રત્યાખ્યાનીય-અપ્રત્યાખ્યાનીય-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યા યાનીય-અપ્રત્યાખ્યાનીય-સંજ્વલન આ ચારેય કષાયોથી જીવો નિયમા મનુષ્ય આયુષ્ય બાંધે છે. આ બીજાથી ચોથા ગુણસ્થાનક સુધીમાં જે કહ્યું છે તે ભવનપતિથી શરૂ કરી નવ ત્રૈવેયકના દેવો સુધી જાણવું તેમાં વૈમાનિકના નવમા દેવલોકથી નવ ત્રૈવેયક સુધીમાં રહેલા દેવો તિર્યંચગતિ બાંધતા ન હોવાથી તિર્યંચાયુ બાંધતા નથી.
વૈમાનિકના ત્રીજા દેવલોકથી આઠમા દેવલોક સુધીમાં રહેલા દેવોનું વર્ણન.
પહેલા ગુણસ્થાનકે અનંતાનુબંધિ અનંતાનુબંધિ-અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય-અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય-અનંતાનુબંધિ સંજ્વલન એમ ચારે કષાયો હોય છે. તેમાં પહેલા બે કષાયથી જીવો સન્ની પર્યાપ્તા તિર્યંચનું આયુષ્ય બાંધી શકે છે અને છેલ્લા બે કષાયોથી જીવો મનુષ્યનું આયુષ્ય બાંધી શકે છે. આ જીવો પણ મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય જે બાંધે છે તે મધ્યમ આયુષ્યથી શરૂ કરી પૂર્વક્રોડ વરસનું આયુષ્ય બાંધી શકે છે. આથી વધારે આયુષ્ય બંધાતું નથી.
નવમા દેવલોકથી નવ ત્રૈવેયક સુધીનાં દેવોને પહેલા ગુણસ્થાનકમાં આ ચારેય કષાયો હોય છે અને એ ચારે કપાયોથી એ જીવો નિયમા મનુષ્ય આયુષ્યનો બંધ કરે છે. તેમાં પહેલા બે કપાયોથી જે મનુષ્યનું આયુષ્ય બંધાય છે તે અનાર્ય ક્ષેત્રનું અથવા આર્ય ક્ષેત્રમાં ધર્મ સામગ્રીની પ્રાપ્તિ ન થાય એવા ક્ષેત્રોનું આયુષ્ય પ્રાયઃ બાંધી શકે છે. જ્યારે છેલ્લા બે કપાયોથી આયુષ્ય જે બંધાય તેમાં આર્ય દેશાદિ, ક્ષેત્રાદિ અને ધર્મ સામગ્રીની પ્રાપ્તિ આદિ અનુકૂળ સામગ્રી પૂર્વકનું મનુષ્ય આયુષ્ય બાંધી શકે છે.
પાંચ અનુત્તરવાસી દેવો.
આ દેવોને નિયમા ચોથું ગુણસ્થાનક જ હોય છે. એટલે આ દેવો નિયમા સમકીતી હોય છે. આ કારણથી આ જીવોને અપ્રત્યાખ્યાનીય કષાયનો જ ઉદય હોય છે. પ્રાય: કરીને આ દેવોને અપ્રત્યાખ્યાનીય-અપ્રત્યાખ્યાનીય, અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય અને અપ્રત્યાખ્યાનીય-સંજ્વલન
Page 69 of 126
Page #70
--------------------------------------------------------------------------
________________
કષાયોનો ઉદય હોય છે. પણ અપ્રત્યાખ્યાનીય-અનંતાનુબંધિનો ઉદય હોતો નથી આથી આ દેવો પોતાનો જીવનકાળ સ્વાધ્યાયમાં તત્વની વિચારણામાં પૂર્વભવમાં જેટલો અભ્યાસ કરીને આવ્યા હોય તેમાં પોતાનો કાળ પસાર કરે છે.
આ ક્રોધાદિ ચાર કષાયોનું જે વર્ણન કર્યું તેના શ્રીસ્થાનાંગ સૂત્રને વિષે કુલ ૫૨ (બાવન) ભેદો પાડેલા છે તે આ પ્રમાણે,
ક્રોધ કષાયના - ૧૦ ભેદો, માન કષાયના-૧૧ ભેદો, માયા કષાયના-૧૭ ભેદો અને લોભ કષાયના ૧૪ ભેદો કહેલા છે.
આ જે ભેદો અહીં કહેવાશે તે જુદા જુદા જીવોને પોતાના ક્રોધાદિ કષાયના ઉદયથી કેવા કેવા. પરિણામ થાય છે અથવા એ ક્રોધાદિ કષાયોનો રસ જીવોએ કેવો કેવો જુદો જુદો બાંધેલો હોય છે તેની વિચિત્રતા રૂપે જણાવવા માટે આ ભેદો કહેલા છે. આ દરેક ભેદો અપ્રશસ્ત કષાય રૂપે અને પ્રશસ્ત કષાય રૂપે પણ હોઇ શકે છે.
ક્રોધ કષાયના ૧૦ નામો.
(૧) ક્રોધ - જેના ઉદયકાળમાં જીવોને કૃત્ય (કરવા લાયક) અને અકૃત્ય (ન કરવા લાયક) નુ ભાન ન રહે તે.
(૨) કોપ - જેના ઉદયથી જીવો પોતાના સ્વભાવથી ચલિત થાય એટલે કે જે વિચારોમાં રહેલા હોય તે વિચારોમાંથી જીવોને ચલિત કરે તે.
(૩) રોષ - ક્રોધની પરંપરા - એટલે કે જેવો ક્રોધ ઉદયમાં આવેલો હોય તેવોને તેવો વારંવાર ઉદયમાં ચાલ્યા જ કરે એવી રીતે જે ક્રોધ ઉદયમાં રહ્યા કરે તે રોષ કહેવાય છે.
(૪) દ્વેષ - જેનાથી પોતાને કે બીજાને દૂષણ અપાય એટલે કે પોતાના છતાં દોષ બોલે અને બીજાના અછતાં દોષો પ્રગટ કરવા એકબીજાને જણાવવા તે દ્વેષ પરિણામ કહેવાય છે. અનાદિ કાળથી ભટકતાં. એવા જીવોને બીજાનાં છિદ્રો જોવાની-દેખવાની અને તે દેખીને જેની તેની પાસે પ્રગટ કરવાની જે વિચારણાઓ ચાલ્યા કરે છે તે ક્રોધના ભેદનો એક પ્રકાર દ્વેષ રૂપે જ્ઞાની ભગવંતોએ કહેલ છે.
(૫) અક્ષમાં - અસહનશીલતા. કોઇ પણ બાબતમાં જરાય સહન જ ન થાય દરેક બાબતમાં જીવને ઓછું પડ્યા જ કરે અને આ અસહનશક્તિ એટલે સહન કરવાનો અભ્યાસ પાડ્યો ન હોય તો તેમાં ઓછું લાવતા લાવતા આ કષાય અંતરમાં ચાલ્યા જ કરે એટલે સહન નહિ કરવાની જે વૃત્તિ તે અક્ષમાં.
(૬) સંજ્વલન - વારંવાર ક્રોધથી બળવું તે એટલે કે ક્રોધાદિ કષાયનું જરાક નિમિત્ત મલે અને બોલી શકે એવી શક્તિ ન હોય તો પોતાના ક્રોધથી જીવ પોતાના આત્મામાં લાંબા કાળ સુધી બળ્યા કરે. એકવાર નિમિત્ત મળ્યા પછી ફ્રીથી નિમિત્ત ન મળે તો પણ અંતરમાં બળાપો ચાલુ રહ્યા કરે તે સંજ્વલન.
(૭) કલહ - મોટેથી બૂમ પાડી પાડીને બોલવું તે. ક્રોધમાં ને ક્રોધમાં મોટેથી બૂમો પાડી પાડીને બોલવું કલહ એટલે કજીયો થાય તે પ્રમાણે બોલવું તે પણ ક્રોધનો જ એક પ્રકાર છે.
(૮) ચાંડિક્ય - રીદ્રાકાર. જે બાબતમાં કજીયો થયો હોય ક્રોધ થયો હોય તે પદાર્થને વારંવાર ચિંતન કરી સ્થિર કરી કરીને ક્રોધ કર્યા કરવો અને તે ક્રોધના સ્વરૂપને ન છોડવું તે ચાંડિક્ય કષાય કહેવાય છે.
(૯) ભડન - લાકડીથી લડવું એટલે કે ક્રોધ પેદા કરતાં કરતાં મારો કાપો ખતમ કરો એવા
Page 70 of 126
Page #71
--------------------------------------------------------------------------
________________
વિચારો કરતાં કરતાં લાકડી આદિ શસ્ત્રોથી લડવું તે ભંડન કષાય.
(૧૦) વિવાદ - વિરોધ પક્ષ એટલે કે પ્રતિપક્ષ ભાવ ગ્રહણ કરીને બોલવું તે.
(૧૧) જે બાબતની વાતમાં વિરોધ થાય-વિવાદ થાય તે બાબતને બરાબર ધ્યાનમાં રાખીને તેનો પક્ષ બનાવીને લડ્યા કરવું. તે પક્ષને માટે મનમાં વિચારો કરી કરીને ક્રોધ કર્યા કરવો તેની વાતો ચીતો કર્યા કરવી તે વિવાદ ક્રોધ કષાય કહેવાય છે. એવી જ રીતે તે પ્રતિપક્ષી પક્ષ માટે ગમે તેમ લખવું બોલવું અંતરમાં વિચાર્યા કરવું તે વિવાદ ક્રોધ કહેવાય છે.
આ રીતે ક્રોધ કષાયના ૧૦ ભેદો થયા.
હવે માન કષાયના ૧૧ ભેદો કહેવાય છે.
(૧) માન એટલે અભિમાન કષાય.
સામાન્ય રીતે નારકીના જીવોને ક્રોધ વધારે હોય. તિર્યંચ ગતિમાં રહેલા જીવોને માયા વધારે હોય. મનુષ્યગતિમાં રહેલા જીવોને માન વધારે હોય અને દેવગતિમાં રહેલા જીવોને લોભ વધારે હોય છે. આ કારણથી જ જીવોને સ્વાભિમાન વિશેષ રહેલું હોય છે તે માન કષાય કહેવાય છે.
(૨) મદ - મૂઢતા. એટલે કે પોતાના માન કષાયના ઉદયથી અંતરમાં અને અંતરમાં આનંદ પામતો
જાય તે.
(૩) દર્પ - અહંકાર. પોતાની કાર્ય સિદ્ધિ થાય અને ધારો સફ્ળતા પ્રાપ્ત થતી જાય તો તેમાં અહંકાર કરવો તે.
(૪) સ્તંભ - અ નમન - પોતાના અહંકારમાં એટલો બધો મસ્ત થયેલો હોય કે જેના પ્રતાપે પોતાના જેવો બીજો કોઇ નથી એમ માનીને બીજા મોટાઓને પણ નમન કરે નહિ. બધાથી જાણે હું જ મોટો છું. (૫) આત્મોત્કૃષ્ટ એટલે કે સ્વ (ઉત્કર્ષ) એટલે કે પોતાને થોડું ઘણું કાંઇ પણ આવડે એટલે બીજાની પાસે પોતાની આપ બડાઇ રૂપે પોતાના ગુણગાન ગાયા કરે. જ્યાં જાય ત્યાં પોતાના ગુણની પ્રશંસા કર્યા કરવી તે. આ પણ એક માન કષાયનો જ પ્રકાર છે.
(૬) ગર્વ - અનુશય. ચાલતાં ઉઠતાં બેસતાં કોઇની સાથે વાત કરતા તેના જીવનમાં પોતે કાંઇ કર્યું અથવા મેળવ્યું છે એવું જે દેખાયા કરે તે ગર્વ કહેવાય છે.
(૭) પર-પરિવાદ - બીજાની નિંદા.
પોતાનાથી મોટો હોય યા નાનો હોય તો પણ પોતાના ગર્વના પ્રતાપે તેની ૠધ્ધિ ન ખમાતાં અને નાના માણસ માટે-કાંઇ આવડત નથી એમ વિચારણાઓ કરીને બીજાની નિંદા કર્યા કરવી તે.
(૮) આક્રોશ - તિરસ્કાર.
ગર્વમાં મસ્ત થયેલો જીવ બીજાનો તિરસ્કાર કર્યા વગર રહે નહિ. બીજાની પાસે કોઇની પણ વાત કરતો હોય તો તેની વાતમાં બીજાને ઉતારી પાડવાની જ વાત દેખાય તે આક્રોશ તિરસ્કાર કહેવાય છે. (૯) અપકર્ષ (પરિભવ) અભિમાનથી પોતાના અથવા બીજાના કોઇ કાર્યથી વિરામ પામવું તે. એટલે કે પોતાનો ગર્વ પોષાતો હોય અને ગુણગાન ગવાતાં હોય તો પોતાનું કાર્ય છોડી દેતાં અથવા બીજાનું
પણ કાર્ય છોડી દેતાં આનંદ થાય તે અપકર્ષ કહેવાય.
(૧૦) ઉન્નય - અભિમાનથી નિતીનો ત્યાગ કરવો.
કેટલાક જીવો જગતમાં એવા પ્રકારના હોય છે કે પોતાનો ગર્વ મિત્રવર્ગમાં-સ્નેહી સંબંધીમાં પોષાતો હોય અને માન સન્માન મળતું હોય તો નિતીના નિયમો પણ છોડવા તૈયાર થાય અને અનિતી આદિ પાપો
Page 71 of 126
Page #72
--------------------------------------------------------------------------
________________
મજેથી આચરે તે ઉન્નય માન કષાય ગણાય છે.
(૧૧) ઉન્નામ - અભિમાનથી પ્રતિ નમન ન કરવું તે.
અભિમાન અને ગર્વ અંતરમાં એટલો બધો પેદા થયેલો હોય કે કોઇને વારંવાર નમસ્કાર કરવો. હોય તો તે કરે નહિ. એને વળી આપણે નમસ્કાર કરવાનું શું પ્રયોજન ? જરૂર હશે તો તે નમતો આવશે, એવા વિચારોમાં રહીને પોતાનું જીવન જીવવું તે ઉન્નામ માન કષાય કહેવાય.
માયાના ૧૭ ભેદો
(૧) માયા - કપટ હૈયામાં દુષ્ટ ભાવ, મેલાપણું રાખવું તે.
(૨) ઉપધિ – બીજાને ઠગવા માટે હૈયામાં વંચક ભાવ એટલે કે લુચ્ચાઇવાળો ભાવ રાખવો તે. એટલે કે હૈયામાંથી સરલ સ્વભાવ દૂર કરીને ઠગવાનો ભાવ રાખીને બીજા પ્રત્યે વચન બોલવું. વર્તન કરવું તે ઉપધિ.
(૩) નિવૃતિ - આદરથી બીજાની વંચના કરવી તે. એટલે કે જે માણસને ઠગવો હોય તે માણસને પોતાના પ્રત્યે વિશ્વાસ પેદા કરાવીને તેના પ્રત્યે આદરભાવ રાખીને એટલે દેખાડીને તેનો વિશ્વાસઘાત કરવો એટલે કે તેને ઠગવો તે નિકૃતિ કહેવાય છે.
(૪) વલય - વક્ર સ્વભાવ. બીજાની પાસે વક્રતાનો સ્વભાવ બતાવીને તેને પોતાના વિશ્વાસમાં લેવો અને મજેથી ઠગવો તે.
(૫) ગહન - ન સમજાય તેવી માયાજાળ.
એવી રીતે સામા માણસને ઠગવાનો પ્રયત્ન કરે કે જેથી સામો ગમે તેવો હોંશિયાર હોય તો પણ તેને ખબર ન પડે એવી રીતે ઠગવું તે ગહન.
(૬) નુમ - સામા માણસને ઠગવા માટે નીચતા આચરવી પડે તો નીચતાના આશ્રય લઇ ઠગવા તે નૂમ.
(૭) કલ્ક - હિંસાદિ નિમિત્તે બીજાને છેતરવાનો અભિપ્રાય. એટલે બીજાને છેતરવામાં લાભ થતો હોય અને તેને માટે જે કાંઇ હિંસાદિ થાય તો તે કરીને પણ છેતરવાનો પ્રયત્ન કરવો તે.
(૮) કુરૂક (કુરૂપ) ભૂંડ ચાળા.
બીજા માનવો સારા વ્યવહાર કરવાથી ન ઠગાય તો ભૂંડા ચાળા અથવા ભૂંડી ચેષ્ટાઓ કરીને પણ સામાને ઠગવા માટે પ્રયત્ન કરવો અને પોતાના લાભને પ્રાપ્ત કરવો તે કુરૂપ.
(૯) દંભ - બીજાને ઠગવા માટે બહારથી ઠાઠ-માઠ દેખાડી સારી સજાવટ કરી તથા અમો કેવા. સારા માણસો છીએ એવો દેખાવ કરી બીજાને ઠગવા તે.
(૧૦) કૂટ - કપટ જાલ. પોતાના વિશ્વાસમાં લઇને પછી માયાની જાળ પાથરી ઠગવાનો પ્રયત્ન કરવો તે.
(૧૧) જેહમ - વંચના માટે મંદતા.
બીજાને ઠગવાના ન્હાનાથી પોતે નાનો થઇ જાય, દગાબાજ દૂગુના નમે તેની જેમ દીન બનીને બીજાને ઠગવા તે જેમ કહેવાય છે.
(૧૨) કિલ્બિષ - ખરાબ ચેષ્ટાઓ દ્વારા બીજાને ઠગવાનો પ્રયત્ન કરવો તે. ભાંડ-ભવૈયા વગેરેની ચેષ્ટાઓ કરતાં કરતાં બીજાને ઠગવા. તે કિબિષ માયા કહેવાય છે.
Page 72 of 126
Page #73
--------------------------------------------------------------------------
________________
(૧૩) અનાચરણતા – વંચના માટે આચરણ કરવું. એટલે બીજાને ઠગવા માટે અનેક પ્રકારના અનાચારના આચરણો કરવા તે.
(૧૪) ગૂહનતા - સ્વરૂપ છુપાવવું તે પોતાનું સાચું સ્વરૂપ છૂપાવી ખોટા સ્વરૂપો બતાવવા તે ગૃહનતા કહેવાય.
(૧૫) વંચનતા - છેતરપિંડી. વાત વાતમાં બીજાને છેતર્યા કરવું તે. (૧૬) પ્રતિ કંચનતા - છલ. એવી માયા રમે કે સામા માણસને મજેથી છેતરી શકાય તે છલ. (૧૭) સાતિ યોગ - ઉત્તમની સાથે હલકાની મિલાવટ.
પોતાના વિશ્વાસના કારણે ઉત્તમ માણસની સાથે નીચ માણસની સોબત કરાવી આપવી અથવા નીચની સાથે ઉત્તમની સોબત કરી આપવી તે સાતિ યોગ કહેવાય. જેમ કે કજોડું બનાવવું તે.
આ રીતે માયા અનેક પરિણામોથી જીવો આચરે છે. સ્થલ દ્રષ્ટિથી આ સત્તર ભેદો કહ્યા છે. બાકી પરિણામની ધારાથી માયાનાં અસંખ્ય ભેદો પ્રાપ્ત થઇ શકે છે.
આ માયાના પરિણામને આધીન થઇને જીવો પોતાનો દુઃખમય સંસાર સંખ્યાત-અસંખ્યાત કે અનંત કાળ સુધીનો વધારી શકે છે.
લોભ કષાયના ૧૪ ભેદો કહેલા છે.
(૧) લોભ - તૃષ્ણા. જેમ જેમ જીવોને અનુકૂળ પદાર્થોનો સંયોગ થતો જાય તેમ તેમ અધિક અધિક અનુકૂળ પદાર્થો મેળવવા માટેનો જે લોભ પેદા થાય તે તૃષ્ણા. આ તૃષ્ણાના પરિણામે જીવના અંતરમાં સંતોષા પેદા થતો નથી. અસંતોષની આગ ચાલુ જ રહે છે.
(૨) ઇચ્છા - અભિલાષા.
અનાદિ કાળથી અનાદિ કર્મના સંયોગવાળા અનંતા જીવો રહેલા છે. એ અનાદિ કર્મના સંયોગના કારણે રાગ-દ્વેષ આદિ પરિણામ પણ અનાદિ કાળથી છે. તેના કારણે જીવોને આહારાદિ સંજ્ઞાનો અભિલાષા ચાલુ જ રહે છે. માત્ર વચમાં એક ભવમાંથી બીજા ભવમાં જતાં આહારના પગલો જીવને ન મલે તેટલા કાળ સુધી એ આહારનાં અભિલાષવાળો હોવા છતાંય અનાહારી કહેવાય છે. એ જે આહારાદિ પુદ્ગલોનો અભિલાષ તે ઇચ્છા કહવાય છે તેને લોભ ગણાય છે. આ પણ લોભનો પ્રકાર છે.
(૩) મૂરછેં – મોહ. જેમ જેમ જીવોને ઇચ્છા મુજબ આહાર આદિના પુદ્ગલો મળતાં જાય છે તેમ તેમ તેનો લોભ વધે છે અને તે લોભના કારણે મૂચ્છ પેદા થાય છે એટલે તે પૂજુગલો પ્રત્યે મોહ પેદા થાય છે.
(૪) કાંક્ષા - અપ્રાપ્ત પદાર્થોની ઇરછા.
ઇરછાના અભિલાષથી પદાર્થોની પ્રાપ્તિ થતી જાય તેમ તેમ નહિ પ્રાપ્ત થયેલ પદાર્થોની ઇચ્છાઓ. જીવોને પેદા થયા કરે તે કાંક્ષા. જગતમાં રહેલા પદાર્થોનું સ્વરૂપ જ્ઞાની ભગવંતોએ એ જ જણાવેલ છે કે જે પદાર્થો પ્રાપ્ત થયા કરે તેનાથી અપ્રાપ્ત પદાર્થોની ઇચ્છાઓ પેદા થયા કરે છે. માટે જ તે પદાર્થો સુખકારક ગણાતા નથી પણ પરિણામે દુ:ખરૂપ કહ્યા છે.
(૫) ગૃદ્ધિ - પ્રાપ્ત થયેલ પદાર્થોમાં આસક્તિ પેદા થયા કરવી. જેમ જેમ અનુકૂળ પદાર્થો પેદા થતા જાય છે તેમ તેમ જીવને તે પ્રાપ્ત થયેલ પદાર્થોમાં આસક્તિ થયા કરે છે તે પણ એક લોભનો પ્રકાર છે. તે ગૃદ્ધિ કહેવાય છે.
(૬) તૃષ્ણા – પ્રાપ્ત પદાર્થોનો વ્યય ન થાય એવી ઇચ્છા. જે અનુકૂળ પદાર્થો પ્રાપ્ત થયેલ હોય તે વાપરતા ખલાસ ન થઇ જાય. ખર્ચાઇ ન જાય તેવી ભાવના રાખીને લાંબા કાળ સુધી ચાલ્યા કરે તેવી.
Page 73 of 126
Page #74
--------------------------------------------------------------------------
________________
વિચારણા કર્યા કરવી તે તૃષ્ણા કહેવાય છે.
(૭) બિદ્યા – વિષયોનું ધ્યાન કરવું. પાંચ ઇન્દ્રિયનાં જે જે અનુકૂળ પદાર્થો હોય તેની વિચારણાઓ કરીને તેમાં સ્થિર થવું તે ભિધ્યા. (૮) અભિદ્યા – ચિત્તની ચલાયમાન સ્થિતિ.
પાંચ ઇન્દ્રિયનાં અનુકૂળ પદાર્થોમાં જીવની જે ચંચળતા એટલે મળેલા પદાર્થો ટકશે કે નહિ નવા મળશે કે નહિ તેને વધારવા પ્રયત્ન કરતાં મારી પાસે વધશે કે નહિ ઇત્યાદિ જે વિચારણાઓ તે ચિત્તની ચલાયમાન સ્થિતિ કહેવાય છે.
(૯) કામાશ - ઇષ્ટ શબ્દાદિની આશા. પાંચ ઇન્દ્રિયનાં અનુકૂળ પદાર્થો જે કહ્યા છે તે મેળવવાની આશાઓમાં રહ્યા કરવું તે કામાશા. (૧૦) ભોગાશા - ઇષ્ટ ગંધાદિની આશા. મળેલા પદાથો ભોગવાશે કે નહિ ભવિષ્યમાં કામ લાગશે એવી જે આશાઓ તે. (૧૧) જીવિતાશા - જીવવાની આશા.
હજી વધારે જીવાય તો સારું. હમણાં મારૂં મરણ ન આવે તો હવે શાંતિથી જીવાય તેવી આશા. તે જીવિતાશા કહેવાય છે.
(૧૨) મરણાશા - મરણની ઇરછા.
અનેક પ્રકારના રોગો પેદા થયેલા હોય, પીડાથી રીબામણ વધતી જતી હોય તો તે પીડાથી છુટકારો મેળવવા માટે મરણની આશા રાખીને મરણને ઇરછયા કરવું તે મરણ આશા કહેવાય છે.
(૧૩) નન્દી - સમૃદ્ધિમાં આનંદ.
પોતાના પુણ્યોથી મળેલી સામગ્રી અને સમૃદ્ધિમાં આનંદ માની માનીને જીવવું તે નન્દી રૂપે લોભનો પ્રકાર કહેલો છે.
(૧૪) રાગ - સ્નેહ. તે સમૃદ્ધિના પદાર્થોને વારંવાર જોતાં તેમાં આસક્તિ મૂચ્છ વગેરે પેદા થતાં થતાં તે પદાર્થોમાં રાગ કર્યા કરવો તે રાગ.
આ રીતે લોભના ૧૪ ભેદો કહ્યા છે.
આ રીતે જ્ઞાની ભગવંતો કહે છે કે જગતમાં રહેલા જીવો ક્રોધાદિ કષાયને આધીન થઇને આ બાવન પ્રકારના જુદા જુદા ભેદમાં ગુંથાયેલા દુ:ખ પામતાં પામતાં પોતાનો સંસાર સંખ્યાત કાળનો-અસંખ્યાત કાળનો કે અનંત કાળનો વધારતાં જાય છે. જે જીવોને પોતાનો દુઃખમય સંસાર વધારવો ન હોય તો આ કષાયના સ્વરૂપને ઓળખીને તેનાથી સાવધ રહેવાનો અભ્યાસ કરી અથવા તે જ કષાયનો સહાય રાગાદિ પરિણામ નાશ કરવાના ઉપયોગમાં લઇને તે કષાયના ઉદયને પ્રશસ્ત બનાવીને તે કષાયોનો નાશ કરતો જાય તેમ તેમ પોતાનું શુધ્ધ સ્વરૂપ પેદા થતું જાય અને એમ કરતાં એકવાર સંપૂર્ણ કષાયનો નાશ થતાં જ જીવ પોતાનું સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરી શકે છે. અને જીવો સિધ્ધિ ગતિને પ્રાપ્ત કરે છે.
ઠાણાંગ સૂત્રમાં આઠ મદ કહેલા છે.
(૧) જાતિ મદ, (૨) કુલ મદ, (૩) બલ મદ, (૪) રૂપ મદ, (૫) તપો મદ, (૬) ચૂત મદ, (૭) લાભ મદ, (૮) ઐશ્વર્ય મદ.
મદ એટલે જેનાથી અહંકાર પેદા કરી બીજાની અવજ્ઞા કરવી તે.
Page 74 of 126
Page #75
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે જે મદ કરે છે તેના ળ સ્વરૂપે સંસારમાં પરિભ્રમણ થયા કરે એવું કર્મ ઉપાર્જન કરે છે. માટે નિયુક્તિ કાર કોઇ પણ પ્રકારનો મદ કરવાનો નિષેધ કરે છે. આવશ્યક સૂત્રના ચોથા અધ્યયનમાં પણ આઠ મદ સ્થાનોથી નિવૃત્ત થવાનું કહ્યું છે. દશ વૈકાલિક સૂત્રના આઠમાં અધ્યયનની ત્રીશમી ગાથામાં પણ બીજાનો પરાભવ અને પોતાનો ઉત્કર્ષ કરવાનો નિષેધ કરેલો છે. કારણ કે તેનાથી સંસારની વૃદ્ધિ થાય છે.
અંગુત્તર પ્રકરણમાં મદના ત્રણ ભેદ ગણાવ્યા છે. (૧) યૌવન મદ, (૨) આરોગ્ય મદ, (3) જીવિત મદ. કારણ કે આ ત્રણ મદોથી મનુષ્યો દુરાચારી બને છે. તે ત્રણમાં આઠે મદનો સમાવેશ થઇ શકે છે. (૧) યોવન મદમાં - જાતિ - કુલ - બલ અને રૂપ મદ આવે. (૨) આરોગ્યમાં – તપ અને શ્રી મદ આવે. (૩) જીવિત મદમાં - લાભ અને એશ્વર્ય મદ આવી શકે છે. મૂચ્છ એટલે મોહ તેના બે પ્રકાર પાડેલા છે. (૧) પ્રેમ પ્રત્યયા મૂચ્છ અને (૨) દ્વેષ પ્રત્યયા મૂચ્છ. પ્રેમ પ્રત્યયા મૂરચ્છના બે ભેદ - માયા અને લોભ. દ્વેષ પ્રત્યયા મચ્છના બે ભેદ- ક્રોધ અને માન એમ ઠાણાંગ સત્રમાં કહેલ છે. આશંસા પ્રયોગ દશ પ્રકારે શ્રી ઠાણાંગ સૂત્રમાં કહેલ છે. (૧) ઇહલોક આશંસા (૨) પરલોક આશંસા. (૩) ઉભય લોક આશંસા (૪) જીવિત આશંસા (૫) મરણ આશંસા (૬) કામ આશંસા (૭) ભોગ આશંસા (૮) લાભ આશંસા. (૯) પૂજા આશંસા (૧૦) સત્કાર આશંસા
ગુજરાતીમાં જેને નિયાણ કહે છે તે આશંસા પ્રયોગ કહેવાય છે. કોઇપણ સં અનુષ્ઠાન પાછળનો મોક્ષ સિવાયનો જે હેતુ તે આશંસા પ્રયોગ અથવા નિયાણુ કહેવાય છે.
એ ક્રોધાદિ કષાયોનાં મુખ્ય ચાર ભેદો જ્ઞાની ભગવંતોએ જણાવેલા છે જે જીવોના જીવનમાં રોજીંદી ક્રિયા રૂપે વણાઇ ગયેલા છે. લગભગ તે ચારમાંથી કોઇને કોઇ ભેદનો જીવ ઉપયોગ કરતો કરતો પોતાનું જીવન જીવી રહેલો હોય છે. તે નામો.
(૧) સ્વ પ્રતિષ્ઠિત કષાય (૨) પર-પ્રતિષ્ઠિત કષાયા (૩) ઉભય પ્રતિષ્ઠિત કષાય (૪) અપ્રતિષ્ઠિત કષાય
(૧) સ્વ પ્રતિષ્ઠિત કષાય - જીવ પોતાના ક્રોધાદિ કષાયના ઉદયથી પોતે ને પોતે બળાપો કર્યા કરે નવરો પડે ત્યારે પોતેને પોતે બબડ્યા કરે. રસ્તે ચાલતાં ચાલતાં પણ બબડતો બબડતો ચાલે તે સ્વપ્રતિષ્ઠિત.
(૨) પર પ્રતિષ્ઠિત કષાય - પોતાના નિમિત્તે બીજા જીવોને જે કષાય પેદા થાય તે પર પ્રતિષ્ઠિત કષાય કહેવાય. વાતો કરતાં કરતાં બીજાને ક્રોધાદિ કષાયો પેદા કરાવવા અને તે કષાય પેદા થયા પછી તે વ્યક્તિ ન આવે ત્યાં સુધી આ કષાય ચાલુ રહ્યા કરે તે.
(૩) ઉભય પ્રતિષ્ઠિત કષાય - એકના કષાયથી બીજાને કષાય પેદા થાય અને બન્નેને કષાય પેદા
Page 75 of 126
Page #76
--------------------------------------------------------------------------
________________
થતાં બન્ને બોલાચાલી કર્યા કર તે ઉભય પ્રતિષ્ઠિત કષાય કહેવાય.
(૪) અપ્રતિષ્ઠિત કષાય - ક્રોધાદિ કષાયના પુદગલો ઉદયમાં આવી ચાલ્યા જાય પણ તેનું ત્રણે કષાયના ભેદમાંથી કોઇ ળ આપે નહિ તે અપ્રતિષ્ઠિત કષાય કહેવાય છે.
નોકષાય મોહનીય કર્મનું વર્ણન
નોકષાય એટલે કે કર્મને (કષાય મોહનીયને) ઉત્તેજિત રે, પ્રેરણા પેદા કરે. કષાય મોહનીયને સહાયભૂત થાય તે નોકષાય મોહનીય કર્મ કહેવાય છે.
અહીં નો - નહિં એવો અર્થ ન કરતાં નો - ઉત્તેજિત કરવું. પ્રેરિત કરવું એ અર્થમાં છે.
કષાય મોહનીયથી જીવ પોતાનો દુ:ખમય સંસાર વધારે છે તેમ નોકષાય મોહનીય કર્મથી જીવો. પોતાનો દુ:ખમય સંસાર અનુબંધ રૂપે વિસ્તાર કરે છે તથા નિકાચીત પણ કરે છે એટલે પરંપરા વધાર્યા કરે છે.
આ નોકષાય મોહનીય કર્મ જીવોને ચાર પ્રકારે અનુભવાય છે. તે આ રીતે(૧) દ્રષ્ટિથી, (૨) ભાષણથી, (૩) શ્રવણથી અને (૪) સ્મરણથી.
આ ચાર પ્રકારમાં પહેલા ત્રણ પ્રકારો બાહ્ય નિમિત્ત રૂપે ગણાય છે અને ચોથું જે કારણ તે અત્યંતર નિમિત્ત રૂપે ગણાય છે.
(૧) દ્રષ્ટિથી – એટલે કે જોવા માત્રથી પદાર્થોને વિષે હાસ્યાદિ નોકષાય જે પેદા થાય છે તે. જેમકે કોઇ ચિત્ર જોતાની સાથે હસવું આવે. કોઇ ચિત્ર દેખતાની સાથે આનંદ પેદા થાય. કોઇ ચિત્ર કે પદાર્થ જોતાની સાથે ગ્લાની પેદા થાય. કોઇ પદાર્થ જોતાની સાથે શોક પેદા થાય, રોવાનું થાય. કોઇ પદાર્થ જોતાની સાથે ભય પેદા થાય અને કોઇ ચિત્રાદિ પદાર્થ જોતાની સાથે જુગુપ્સા એટલે મોટું બગડે, નાક બગડે ઇત્યાદિ જે બને તે દ્રષ્ટિથી પેદા થનાર ગણાય છે. એવી જ રીતે જીવને કોઇ દ્રશ્ય જોતાંની સાથે આત્મામાં પાંચ ઇન્દ્રિયના અનુકૂળ પદાર્થોનાં વિકારો પેદા થાય તે દ્રષ્ટિથી નોકષાય મોહનીય કર્મનો ઉદય થયો એમ ગણાય છે.
(૨) ભાષણથી એટલે બોલવાથી જીવોને નોકષાય મોહનીય કર્મ પેદા થાય છે.
જેમકે ઠઠ્ઠા મશ્કરી પૂર્વક જે વચનો બોલાય છે, કટાક્ષ પૂર્વકના જે વચનો બોલાય છે, કોઇને રાજી કરવાના વચનો જે બોલાય છે તેવી રીતે કોઇને શોક ગ્લાની વગેરે પેદા થાય. કેટલાક વચનો બોલવાથી જીવોને ભય પેદા કરાવે તેમજ જુગુપ્સા પણ પેદા કરાવે અને આત્મામાં વિકારી વિચારો પેદા કરાવે એવા જે વચનો તેને ભાષણથી નોકષાય મોહનીય વચનો ગણાય છે.
(૩) શ્રવણથી એટલે સાંભળવાથી નોકષાય મોહનીય કર્મ પેદા થાય તે આ પ્રમાણે.
કેટલાક શબ્દોનાં શ્રવણથી જીવને હસવું આવે, કેટલાક શબ્દોનાં શ્રવણથી જીવને આનંદ પેદા થાય, કેટલાક શબ્દોનાં શ્રવણથી ગ્લાની-શોક વગેરે પેદા થાય તેમજ ભય અને જુગુપ્સા પેદા થાય. તેવી જ રીતે કેટલાક મધુર શબ્દો વિષયોને લગતાં સાંભળવાથી વિકારો પેદા કરાવે તે શ્રવણથી નોકષાય મોહનીય કર્મને ઉત્તેજિત કરનાર કહેવાય છે.
(૪) સ્મરણથી નોકષાય મોહનીય પેદા કરાવે તે.
ભૂતકાળમાં બનેલા બનાવોને યાદ કરી કરીને જીવ એકલો બેઠો બેઠો હાસ્યાદિ કર્મ પેદા કરે તેમજ વિષયોનાં વિકારો પેદા કરાવે જેમકે ભૂતકાળમાં-ભોગવેલ-જોયેલ. અનુભવેલ વિષયોના સ્મરણથી
Page 76 of 126
Page #77
--------------------------------------------------------------------------
________________
પણ જીવોને વિકારના વિચારો પેદા થયા કરે તે સ્મરણથી નોકષાય મોહનીય કર્મ કહેવાય છે.
આ રીતે આ ચારેય ભેદોનું વર્ણન નોકષાય મોહનીય કર્મને પેદા કરવા માટેનાં ભેદો શ્રી સ્થાનાંગ સૂત્રમાં કહેલા છે.
આના ઉપરથી એ લિત થાય છે કે જીવોને કષાય મોહનીયનો ઉદય એક એક અંતર્મુહૂર્ત પરાવર્તમાન રૂપે ચાલ્યા કરે છે. ક્રોધ-માન-માયા અને લોભ આ ચાર કષાયોમાંથી કોઈપણ એકનો ઉદય એક અંતર્મુહૂર્ત સુધી જીવોને ચાલુ રહે છે અને દરેક અંતર્મુહૂર્ત-ચારમાંથી કોઇપણ ક્ષ્ય કરે છે. તે કષાયોને પેદા કરવા માટે હાસ્યાદિ નોકષાયો ચાલ્યા કરે છે. આખા દિવસમાં કષાયના ઉદય કરતાં નોકષાયનો ઉદય જીવોને વિશેષ રૂપે અનુભવાય છે. ક્યાં જીવ હાસ્ય કરતો હોય ક્યાં રતિ કરતો હોય, ક્યાં અરતિ કરતો હોય, ક્યાં કોઇ પદાર્થોમાં શોક કરતો હોય, ક્યાં કોઇક પદાર્થોમાં ભય કરતો હોય, ક્યાં કોઇ પદાર્થોમાં જુગુપ્સા પણ ચાલતી હોય તેમાં જો કોઇ વિપ્ન કરે એટલે અંતરાય કરે એટલે ક્રોધાદિ કષાયોનો. અનુભવ જીવને તરત જ થાય છે.
આથી જ્ઞાની ભગવંતો કહે છે કે નાટક-ચેટક, સરઘસ, પિકચર, સિનેમા જોવી, ટી .વી. વગેરે જોવું અને તેવી કોઇ વાતોચીતો સાંભળવી એ જીવોને નોકષાય મોહનીય કર્મનો ઉદય ચાલે છે એમ ગણાય છે. તેમાં જે કોઇ અંતરાય કરે એટલે ક્રોધાદિ કષાયોનો ઉદય જીવોને થઇ જાય છે.
આજના ટી.વી.ના કાર્યક્રમો ઘડીમાં હાસ્ય, ઘડીમાં રતિ, ઘડીમાં અરતિ. ઘડીમાં શોક, ઘડીમાં ભય, ઘડીમાં જુગુપ્સા પેદા કરાવતાં કરાવતાં વિષયોના વિકારો પેદા કરાવી મોહનીય કર્મને ભયંકર રીતે ઉત્તેજિત કરનાર ગણાય છે. આ સંસ્કારો જીવો અનાદિ કાળથી સાથે લઇને આવતાં હોય છે. અને આવા ટી.વી.ના દ્રશ્યો જોતાં તે ઉત્તેજિત થાય છે. તેના પ્રતાપે નાના દિકરાઓ (છોકરાઓ)માં આ સંસ્કારો પેદા થવાથી કષાય અને વિકારોના પરિણામવાળા બનતાં જાય છે. તેના પ્રતાપે ભ્રષ્ટાચાર-દુરાચાર અને હિંસાદિમય પાપનું આચરણ કરતાં અચકાતા નથી. આથી આજે લગભગ મોટાભાગના ઘરોમાં આ ટી.વી. દાખલ થતાં કષાયોનો ઉદય લગભગ સંસારમાં ચાલુને ચાલુ જ રહે છે. કષાયથી સંસાર વધે તેમ આ નોકષાય મોહનીય એટલે ટી.વી. ચેનલોથી દુ:ખમય સંસારના અનુબંધો જોરદાર બાંધતા રહે છે. અને દુ-ખની પરંપરા નિકાચીત રૂપે બાંધે છે. તેની સામે તે અનુબંધોને તોડવા નિકાચીત અનુબંધ ન બંધાય તે માટે ધર્મનાં અનુષ્ઠાનોનું આચરણ તેવા જોરદાર સારા પરિણામોથી થતું નથી. જેમકે ટી.વી. સિરયલો અને ચેનલો જોવામાં જેવી એકાગ્રતા જીવને પેદા થાય છે, આનંદ આવે છે, એવી એકાગ્રતા અને આનંદ દેવ-ગુરુ-ધર્મના અનુષ્ઠાનોમાં હજી સુધી પેદા થયા નથી. પેદા કરવાની ભાવના પણ થતી નથી અને પેદા નથી થતો એનું ભારોભાર દુ:ખ પણ જીવોને થતું નથી તો પછી આવા માયકાંગલા અને નમાલા ગણાતાં મનની એકાગ્રતા વગરના અનુષ્ઠાનો દુઃખમય સંસાર કેવી રીતે કાપશે ? અને તે કપાયા વગર મોક્ષનો અભિલાષ-મોક્ષમાર્ગમાં આત્માનું સ્થાપન તેનો આનંદ જીવને શી રીતે થશે. આ બધુ ખુબ જ વિચારણીય છે. માટે જે જે ધર્મની સામગ્રી અનંતી પુણ્યરાશીથી પ્રાપ્ત થયેલ છે તેની કિંમત સમજીને એવા સુંદર પરિણામો પેદા કરતાં કરતાં દુ:ખમય સંસાર અનુબંધ રૂપે ન વધી જાય તેની કાળજી રાખી એવી રીતે આચરીએ કે જેના પ્રતાપે મોક્ષાભિલાષ પેદા કરી મોક્ષની રૂચિ પેદા કરી તેના આંશિક સુખની ઇચ્છાનો. અભિલાષ ટકાવી અનાદિના સંસ્કારોને નબળા બનાવીએ !તો જ મળેલો મનુષ્ય જન્મ અને મનુષ્ય જન્મમાં મળેલી સામગ્રી સાર્થક થાય. આ રીતે મળેલી મનુષ્ય જન્મની સામગ્રી સાર્થક બનાવી વહેલામાં વહેલા મુક્તિપદના ભોક્તા બનો એજ અભિલાષા.
Page 77 of 126
Page #78
--------------------------------------------------------------------------
________________
નોકષાય મોહનીયના ૯ ભેદ છે.
(૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) શોક, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) પુરૂષવેદ, (૮) સ્ત્રીવેદ, (૯) નપુંસકવેદ.
(૧) હાસ્ય મોહનીય :- જીવોને નિમિત્ત મલે અથવા નિમિત્ત ન પણ મલે તો પણ જીવોને હસવું આવે તે હાસ્ય મોહનીય કર્મ કહેવાય છે તે પાંચ કારણોથી જીવો બાંધી શકે છે. પાંચમાંથી કોઇને કોઇ કારણથી જીવો આ કર્મ બાંધી શકે છે.
૧. સ્ત્રી વગેરેની અત્યંત હાંસી એવા પ્રકારથી કરે કે જેથી જીવોને હસવું આવે અને વિકારોની વૃધ્ધિ થાય.
૨. જેની તેની ઠઠ્ઠા મશ્કરી કર્યા કરવી તે. નાના છોકરાઓની ચેષ્ટાઓ જોઇને મશ્કરી કરવી. વૃધ્ધ માણસોની ચેષ્ટાઓ જોઇને મશ્કરી કરવી. ઇત્યાદિ ભાંડ ભવૈયા - નાટક ચેટકના દ્રશ્યો તથા ટી.વી. વગેરેનાં દ્રશ્યો જોઇને મશ્કરીયો સ્વભાવ પેદા કરી ઠઠ્ઠા મશ્કરીઓ કરવી કોઇની પટ્ટી પાડવી તેનાથી જીવો હાસ્ય મોહનીય કર્મ બાંધે છે.
૩. નકામા વચનો બોલવાથી એટલે કે જે વચનો બોલવાથી આત્માનું હિત થવાના બદલે અહિત થાય એવા વચનો બોલવાથી.
૪. દીનતા જણાય એવા વચનો બોલવાથી એટલે કે પોતાની દીનતા દૂર કરવા અથવા બીજાને દીનતા પેદા કરવા માટેનાં વચનો બોલવાથી.
૫. ઘણું હસ્યા કરવાથી. આ પાંચ કારણોથી જીવો પોતે હાસ્ય મોહનીય કર્મ બાંધે અને બીજાને પણ બંધાવે છે.
(૨) રતિ મોહનીય :- જીવોને નિમિત્ત મલે અથવા ન મલે તો પણ અનુકૂળ પદાર્થોમાં ઇન્દ્રિયોનો સંયોગ થતાં જીવોને આનંદ પેદા થયા કરે તે રતિ મોહનીય કર્મ કહેવાય છે. આ રતિ મોહનીય બાંધવાના જ્ઞાની ભગવંતોએ ચાર કારણો કહેલા છે.
૧. બહુ પ્રકારની ક્રીડા કરતાં - જેટલા જેટલા પ્રકારની રમતો જગતમાં છે તે રમતોની ક્રીડા કરતાં કરતાં જીવોને જે આનંદ થયા કરે. રમતોમાં જેમ કે વોલીબોલ, ક્રીકેટ મેચ, હતુતુતુ, ખોખો, લંગડી દાવ, બાથમાં ન્હાવા જવું, બગીચાઓમાં ફરવા જવું ઇત્યાદિ અનેક પ્રકારની ક્રીડાઓ જે કરવી તે રતિ મોહનીય બંધના કારણો કહેલ છે.
૨. અનેક નાટકાદિ જોવા. ટી.વી.ની ચેનલો જોવામાં આનંદ માનવો તે.
૩. પારકાના ચિત્તને વશ કરવા પ્રયત્ન કર્યા કરવો સામો માણસ મને વશ થઇને કેમ રહે, મારા કહ્યા મુજબ કેમ જીવ્યા કરે, મારા હાથ નીચે રહેવો જોઇએ એવી વિચારણા કરી વર્તન કરવું તે.
૪. અનેક દેશોને જોવાની ઇચ્છાઓ કર્યા કરવી. દરેક વેકેશનમાં રજાઓમાં જુદા જુદા । દેશો જોવા જવું, ત્યાં હરવું ફરવું, એશ આરામ કરવો તેમાં આનંદ માની મળેલો મનુષ્ય જન્મ પૂર્ણ કરવા પ્રયત્ન કરવો તે રતિ મોહનીય કર્મ બંધના કારણો કહેલા છે. આ કારણોથી જીવ પોતાના દુઃખમય સંસારનો અનુબંધ
પેદા કરી સંખ્યાત-અસંખ્યાત અનંતકાળનો સંસાર વધારતો જાય છે.
(૩) અરતિ મોહનીય :- જીવોને નિમિત્ત મલે કે ન મલે તો પણ ગ્લાની અનુભવતો દુ:ખી થયા કરે તે અરતિ મોહનીય કર્મ કહેવાય છે.
આ અરતિ બાંધવાના ચાર કારણો કહેલા છે.
Page 78 of 126
Page #79
--------------------------------------------------------------------------
________________
૧. પારકા જીવોનાં ગુણને વિષે જે દોષનું આરોપણ કરે છે. અસૂયા કહેવાય છે. તેનું બીજું નામ ઇર્ષ્યા ગણાય છે. આજે લગભગ મોટાભાગના જીવોને પોતાનું વર્ચસ્વ જમાવવા પોતાના માન કષાયને પોષવા અને બીજો મારાથી આગળ ન વધી જાય અને મારાથી નીચે રહે મારી સરસાઇમાં પણ ન આવે એ હેતુથી આજે આ દોષ લગભગ વધતો દેખાય છે અને આ કારણથી પૈસાના લોભે તથા સુખની લાલસાથી બીજા જીવોના સારાપણ ધર્મના સંસ્કારવાળા ગુણોને પણ દોષરૂપે કરીને વિચારવાનો ખુબજ પ્રયત્ન ચાલ્યા. કરે છે. આથી જીવો અરતિ મોહનીય કર્મને અનુબંધ રૂપે બાંધ્યા જ કરે છે.
૨. પાપ કાર્યની ટેવ પાડે. પૈસાના લાભ તથા સુખની લાલસાના પ્રતાપે જીવોને પાપ કરતાં કરતાં તેમાં સળતા મળતી જાય તો તે પાપ કરવાની ટેવમાં પાવરધો થતો જાય છે. પછી તેને પાપકાર્ય કરવામાં અંતરમાં અરેરાટી કે ધૃણા પેદા થતી નથી અને હું આ ખરાબ કાર્ય કરું છું એવું માનતો પણ નથી. આથી આવા પાપકાર્યમાં નિષ્ફર બનેલા જીવોને અરતિ મોહનીયનો અનુબંધ બંધાયા કરે છે.
૩. પારકાના હર્ષનો નાશ કરવો એટલે કે જે જીવો સુખમાં અને આનંદમાં રહેતા હોય તે પસંદ ના આવવાથી તે જોઇને ખમાતું ન હોવાથી તે જીવોનો હર્ષ એટલે આનંદ કેમ નષ્ટ થાય અને તે દુ:ખમાં કેમ રહે તેવી વિચારણા કરી કાર્ય કર્યા કરવું તેનાથી જીવોને અરતિ મોહનીય કર્મ બંધાય છે.
૪. બીજા જીવોને દુ:ખી જોઇને આનંદ પામવો, હસવું એટલે કે બીજા કોઇ સ્નેહી-સંબંધી મિત્રવર્ગ કે કોઇ દુશ્મન હોય અને તે પોતાના કામમાં હેરાન કરતાં હોય, પોતાને અંતરાય રૂપ થતાં હોય, તે જીવો દુ:ખી બને અને વધારે દુ:ખી થતાં દેખાય તો અંતરમાં આનંદ પામે. વધારે આનંદ પેદા થતો જાય. તેનાથી જીવો અરતિ મોહનીય કર્મ બાંધે છે અને જેવો તેમાં આનંદ તે મુજબ તેના અનુબંધ બાંધતા બાંધતા નિકાચીત કરતાં જાય છે.
(૪) શોક મોહનીય :- જીવોને નિમિત્ત મલે અથવા ન મળે તો પણ જીવને શોક થયા કરે તે શોક મોહનીય કર્મ કહેવાય છે.
આ કર્મ બાંધવાના ત્રણ કારણો કહેલા છે.
૧. મનમાં શોક પેદા કરે અને અજ્ઞાન દશાના કારણે શોકવાળા વચનો બોલ્યા કરે. પોતાની મનગમતી ચીજ પછી તે જીવ સહિતની હોય કે જીવ રહિતની હોય પણ તેના પ્રત્યેના અત્યંત રાગના કારણે તે નાશ પામે અથવા કોઇ લઇ જાય અથવા જ્યારે જોઇએ ત્યારે ન મળે ત્યારે જીવના અંતરમાં જે વિચારો ચાલે છે તે મનનો શોક કહેવાય છે. તે વખતે જીવ જો જ્ઞાની હોય અને જાણતો હોય તો તે જ્ઞાનચક્ષના. વિવેકના કારણે ગમે તેવા શબ્દો બોલે નહિ. પણ તે શોકના વિચારોને જીવ આધીન થતાં જ્ઞાનનાં સંસ્કારો દ્રઢ થયેલા ન હોવાથી અજ્ઞાનને પરવશ બની શોક જેવા વચનો બોલતો જાય છે અને બીજા સાંભળનારના હૈયામાં પણ શોક પેદા કરતો જાય છે. આથી જીવ શોક મોહનીય કર્મ બાંધતો જાય છે અને પોતાના અનાદિનાં સંસ્કારો મજબૂત કરતો જાય છે.
૨. અજ્ઞાનને પરવશ થઇ બીજા જીવોના અંતરમાં પણ શોકના વિચારો પેદા કરે એટલે ઉત્પન્ન કરવા તે. જ્યાં સુધી જીવો અવિવેકી હોય છે ત્યાં સુધી આ પરિસ્થિતિ બનતી હોય છે. પોતે શોકના. વિચારોવાળો હોય અને સાથેનાને પણ શોકના વિચારોવાળા બનાવી લોક ઉત્પન્ન કરાવે તે.
૩. રૂદનાદિ કરવામાં આસક્તિ ધરાવે. જગતમાં એવા ઘણાં જીવો અજ્ઞાનને પરવશ બનેલાં હોય છે કે જેના પ્રતાપે વાતવાતમાં રોવા માંડે. પોતે રોવે અને અનેકને રોવડાવે. તે રૂદનાદિ કરવામાં એવા પાવરધા હોય કે જેના પ્રતાપે પોતાના અંતરમાં શોક ન હોય. બાહ્યથી દેખાડી રૂદન કરે અને અનેકના
Page 79 of 126
Page #80
--------------------------------------------------------------------------
________________
અંતરમાં શોક પેદા કરાવી રોવડાવ. આવી પ્રવૃત્તિઓથી જીવો ભયંકર શોક મોહનીય કર્મ બાંધતા જાય છે. જે જે પદાર્થો પ્રત્યે જ્યારે અંતરનો અત્યંત રાગ હોય છે. જ્યારે જીવોને શોકના કારણે એ રાગથી રૂદન આદિ કાર્યો પણ આસક્તિ પૂર્વક થાય છે એ આસક્તિના કારણે જે પદાર્થ માટે રોતો હોય તે સચેતન પદાર્થ આ દુનિયા છોડી બીજી દુનિયામાં ગયેલ હોય તો ત્યાં તે આત્માને દુઃખી કરતો જાય છે. આમ એકબીજાને શોકના પ્રતાપે ઋણાનુબંધ રૂપે સંસારની પરંપરા ચાલ્યા કરે છે. માટે જ્ઞાનીઓ આ મોહનીય
કર્મથી ચેતવવા પ્રયત્ન કરે છે.
(૫) ભય મોહનીય :- નિમિત્ત મલે અથવા ન મલે તો પણ જીવને ભય રહ્યા કરે તે ભય મોહનીય જીવોનું મનોબળ જેટલું ચંચળ હોય તેટલો ભય વિશેષ રીતે સતાવ્યા કરે છે. કેટલાક જીવોને દિવસના અજવાળામાં એકલાં રહેલા હોય તો ભય સતાવે, કેટલાકને સમુદાયમાં રહેલ હોય ત્યારે ભય સતાવે, કેટલાકને રાતના અંધકારમાં ભય સતાવે, કેટલાકને દિવસના એકલા જતાં આવતાં ભય સતાવે, કેટલાકને રાતના એકલા જતાં આવતાં ભય સતાવે એમ ભય મોહનીયના અનેક પ્રકારો કહેલા છે. આ ભય જીવોને સતત ઉદયમાં રહે એવું નથી. કોઇવાર હોય અને કોઇવાર ભય ન પણ હોય.
આ કારણોથી જ્ઞાની ભગવંતોએ સાત પ્રકારના ભયો જણાવીને જગતના તમામ જીવોનો તેમાં સમાવેશ કરેલો છે. તે સાત નામો.
૧. આલોક ભય - આલોકની ચિંતા કોઇપણ કામકાજ કરતાં આમ થશે તો ? કોઇ જોઇ જશે અથવા બોલશે તો શું જવાબ આપીશ ? કોઇ મારશે તો ? ઇત્યાદિ.
૨. પરલોક ભય - કોઇપણ કામકાજ કરતાં પરલોકમાં શું થશે ? દુર્ગતિમાં ચાલ્યો જઇશ તો ? ત્યાં શું કરીશ ? અથવા દેવતા આદિ આવીને ઉપદ્રવ કરશે તો ?
૩. ઉભયલોક ભય - આલોકમાં તિર્યંચાદિનો ભય અને પરલોકમાં દેવાદિનો ભય રાખી જીવવું તે. ૪. આજીવિકા ભય - આ લોકમાં સંસારમાં રહીને આજીવિકા શી રીતે મેળવીશ. વેપારાદિ કરતાં કરતાં મુડી જતી રહેશે અને પગારાદિ નહિ મલે તો ? શું કરીશ કોને શું ખવડાવીશ ? ઇત્યાદિ જે વિચારણા
તે.
૫. અકસ્માત ભય - એકદમ કાંઇ થઇ જશે તો ? હું શું કરીશ ઇત્યાદિ ભય.
૬. અપયશ ભય - એકદમ યશ મળવાને બદલે અપયશ મળશે તો હું શું કરીશ. ઇત્યાદિ વિચારો
કરવા તે.
કરીશ ? ક્યાં જઇશ ઇત્યાદિ
આ સાતે પ્રકારના ભય, ભય મોહનીયથી પેદા થાય છે. આ સાતે પ્રકારના ભયથી રહિત બનવું હોય અને સારી રીતે જીવન જીવવું હોય તો જગતમાં એક અરિહંત પરમાત્માનું દર્શન જ ભય રહિત બનાવે છે. આ ભય મોહનીય જીવોને ચાર કારણોથી બંધાય છે.
૭. મરણનો ભય - મરણ આવશે તો ? મરી જઇશ તો શું વિચારો કરવા તે.
૧. નિરંતર બીકણપણું રાખવાથી - કોઇપણ પ્રવૃત્તિ કરતાં જીવને બીક લાગ્યા કરે દિવસના કે રાત્રીમાં જીવ બીકથી ગભરાયા કરે તેનાથી જીવો ભય મોહનીય કર્મ બાંધે છે.
૨. બીજાને બીવરાવવાથી અથવા ગભરાવવાથી - પોતે બહાદુર હોય અને બીજા નબળાને કે બહાદુરને મશ્કરીમાં બીવરાવે ગભરાવે એવા વચનો બોલે કે સામો માણસ ગભરાટ પેદા કરે તેનાથી જીવો ભય મોહનીય કર્મ બાંધે છે.
Page 80 of 126
Page #81
--------------------------------------------------------------------------
________________
૩. જગતમાં રહેલા પોતા સિવાયના બીજા જીવોને ત્રાસ ઉપજાવવાથી અથવા દુ:ખ પેદા કરવાથી જીવો ભય મોહનીય કર્મ બાંધે છે. સામાન્ય રીતે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે બીજાને ત્રાસ આપવાથી ભવાંતરમાં આપણને પણ ત્રાસ મળે છે. બીજા સાથે જેવું વર્તન કરીએ તેવું ભવાંતરમાં આપણું વર્તન થાય છે. આથી કોઇ જીવને ત્રાસ કે દુ:ખ ન થાય તે રીતે જીવન જીવાય તો ભય મોહનીય બંધાય નહિ. જો બીજાને ત્રાસ આપીને જીવન જીવતાં, દુ:ખ આપીને જીવવાથી ભય મોહનીય બંધાય છે.
૪. કોઇને મારવાની ભાવના મનમાં રાખવાથી – જગતમાં રહેલા સઘળાય જીવો જીવવા ઇચ્છે છે અને સુખ મેળવવા ઇચ્છે છે કોઇપણ જીવ મરવા ઇચ્છતો નથી. તેમજ દુ:ખ પણ ઇચ્છતો નથી. માટે કોઇપણ જીવ ન મરે તેની કાળજી રાખવાની જૈન શાસનમાં કહેલ છે માટે કોઇ જીવને મારવાની ભાવના કરવી, રાખવી તે ભય મોહનીય બાંધવાનું કારણ કહેલ છે.
(૬) જુગુપ્સા મોહનીય :- નિમિત્ત મલે અથવા નિમિત્ત વગર અંતરમાં ઘણા પેદા કરવી તે જુગુપ્તા મોહનીય કર્મ કહેવાય છે.
આ જુગુપ્સા મોહનીય કર્મ ત્રણ કારણથી બંધાય છે.
(૧) જેનશાસનમાં શ્રી તીર્થંકર પરમાત્માઓ જ્યારે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે તે વખતે જીવોને કેવલજ્ઞાન પ્રાપ્ત કરવાનો જે માર્ગ છે તેની સ્થાપના કરે છે. તેમાં સૌ પ્રથમ સાધુ ભગવંતોની સ્થાપના કરે છે ત્યાર પછી સાધ્વીજી ભગવંતોની સ્થાપના કરે છે, ત્યાર પછી જે મનુષ્યોનાં અંતરમાં એમ ભાવના થાય કે સંસાર છોડી સંયમ લેવા જેવું જ છે પણ સંસાર છોડવાની તાકાત નથી હોતી તેવા જીવો ભગવાન પાસે પોતાના વિચારનો એકરાર કરે છે તેવા જીવોને સંયમની તાકાત આવે અને સંસાર છોડી શકે તેવી શક્તિ પેદા કરાવવા માટે શ્રાવક ધર્મ જે બતાવે છે તે શ્રાવક સંઘ અને એજ રીતે ચોથો શ્રાવિકા સંઘ રૂપે જે સ્થાપના થાય તે ચારેયને સંઘ કહેવાય છે. તે સંઘમાં રહેલા જીવોની જે નિંદા કરવી તેમના પ્રત્યે ઘણા કરવી તે જુગુપ્સા મોહનીય બાંધવાનું કારણ કહેલ છે.
(૨) સંઘનું અપમાન કરતાં અને તે સંઘને તરછોડતા, શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞા મુજબ વિચરતાં એવા સંઘમાંના કોઇપણ વ્યક્તિનું અપમાન કરતાં અથવા તેઓનો તિરસ્કાર કરતાં જુગુપ્સા મોહનીય કર્મ બંધાય છે.
(3) જગતમાં ઉત્તમ ગણાતા સદાચારી એટલે સજ્જન મનુષ્યોની ખોદણી કરતાં એટલે તે જીવોની નિંદા કરતાં અવર્ણવાદ બોલતાં જીવો જુગુપ્સા મોહનીય કર્મ બાંધે છે.
સામાન્ય રીતે જગતમાં આપણા માટે કોઇ નિંદા કરે-અવર્ણવાદ બોલે-જે ન હોય તેવી વાતો કરે-અપમાન કરે-આપણો તિરસ્કાર કરે તો અંતરમાં તે વખતે આપણને શું વિચાર આવે ? તે નિંદનીયા રૂપે-જુગુપ્સનીય રૂપે આપણને લાગે છે. તો પછી બીજા સજ્જન ગણાતાં માણસો માટે ગમે તેમ બોલતા જુગુપ્સનીય-નિંદનીય રૂપે આપણે ગણાઇએ કે નહિ ? તે વિચાર કરી અને એવો સંસ્કાર દ્રઢ કરીએ તો કોઇપણ જીવ માટે ગમે તેવા વિચારો કરવાનો જે આપણો અભ્યાસ છે તે નાશ પામતો જશે કે જેના પ્રતાપે આ જુગુપ્સા કર્મ બાંધ્યા કરીએ છીએ તે બંધાશે નહિ. તો જ આત્મિક ગુણ તરફ આપણી દ્રષ્ટિ જશે અને તેનાથી બધા જ જીવો આપણા જેવા દેખાશે આથી બંધાયેલી જુગુપ્સા મોહનીય નાશ પામતાં પામતાં જગતમાં નિંદનીય કે જુગુપ્સનીય બનવું પડશે નહિ. અને એક દિવસ જગપૂજ્ય જરૂર બની જઇશું માટે આ બધા કારણો જાણી શક્ય એટલો સુંદર પુરૂષાર્થ કરતાં કરતાં હાસ્યાદિ છના કારણોમાંથી જે જે દોષો રહેલા હોય તે દૂર કરતાં કરતાં તે કર્મોને આવવાનું કામ બંધ કરીએ કે જેથી મોક્ષ માર્ગમાં સ્થિરતા પેદા થતી જાય.
Page 81 of 126
Page #82
--------------------------------------------------------------------------
________________
(૭) પુરૂષ વેદ મોહનીય :- સ્ત્રીને સેવવાનો અભિલાષ તે પુરૂષ વેદ કહેવાય છે. જૈન શાસનમાં વેદનો ઉદય જીવોને અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પરાવર્તમાન રૂપે હોય છે. લિંગાકારે જીવ પુરૂષ વેદી હોય, સ્ત્રી વેદી હોય કે નપુંસક વેદી હોય તેની ગણતરી જૈનશાસનમાં વેદના ઉદયવાળી ગણાતી નથી. ત્રણે લિંગાકારવાળા જીવોમાંથી દરેકને એક એક અંતર્મુહૂર્તે વેદ પરાવર્તમાન રૂપે હોય છે. માટે વેદની વ્યાખ્યા ત્રણેયની જ્ઞાની ભગવંતો જુદી રીતે કહે છે. પુરૂષ વેદનો ઉદય તરત જ શમી જાય છે. એટલે શાંત થાય છે માટે તેને ઘાસના અગ્નિની ઉપમા આપી છે. એ ઉદય પેદા થાય અને તરત જ શમી જાય. જેમ ઘાસ સળગે જલ્દી અને સળગીને ઓલવાઇ જાય પણ જલ્દી એની એમ સ્ત્રી સેવવાનો અભિલાષ જે જીવોને પેદા થાય તે કામ પૂર્ણ થતાં જ ત્યાં જ શમન પામી જાય છે.
આ પુરૂષ વેદ બાંધવાના ૪ કારણો કહેલા છે.
(૧) જે સ્વદ્વારા સંતોષી હોય એટલે કે જે પુરૂષને જેટલી પત્નીઓ હોય તેમાં જ તેને સંતોષ હોય પણ બીજી પોતાના સિવાયની સ્ત્રીઓને ભોગવવાની લાલસા પેદા ન થતી હોય એવા જીવો પુરૂષ વેદનો બંધ કરી શકે છે. જેમ સુદર્શન શેઠ પોતાની પત્નીમાં સંતોષી હતો તેથી તેને નિયમ હતો કે કોઇના ઘરમાં એકલા જવું નહિ. જે ઘરમાં પુરૂષ ન હોય ત્યાં તે ઘરમાં જવું નહિ અને પરસ્ત્રીને મા બહેન સમાન માની તેની સાથે તેવો વર્તાવ કરવો. આ નિયમથી પોતે મક્કમ રહી સુંદર રીતે આરાધના કરી શક્યા.
(૨) બીજા ગુણીજનોને જોઇને તેમજ બીજા સુખી જીવોને જોઇને ઇર્ષ્યા ન કરે તે પુરૂષ વેદનો બંધ કરે છે. જગતમાં સૌ જીવોને પોતે પોતાના પુણ્ય મુજબ સામગ્રી મલે છે. સૌ પોત પોતાના પુણ્ય મુજબ ભોગવે છે. કોઇના પુણ્યની ચીજ કોઇ લઇ શકતું નથી. તેમજ મારૂં પુણ્ય હશે ત્યાં સુધી એ સામગ્રી ટકશે તેને કોઇ લેનાર નથી એટલે કે મારૂં જે છે તે જવાનું નથી અને કોઇનું જે છે તે કોઇ લેનાર નથી. આટલી શ્રદ્ધા અંતરમાં પેદા થાય તો કોઇના સુખની ઇર્ષ્યા પેદા થતી નથી. આથી પુરૂષ વેદનો બંધ થાય.
(૩) કષાયોની અલ્પતા પેદા કરવી એટલે અભ્યાસ પાડતાં પાડતાં કપાયને મંદ કરવા તે પુરૂષ વેદ બાંધવાના કારણમાં છે. જે જીવોને તીવ્ર કષાય હોય તે જીવો પુરૂષ વેદ બાંધી શકતા નથી માટે છટ્ઠા ગુણસ્થાનકે રહેલા તીર્થંકર નામકર્મ નિકાચીત કરતાં શ્રી મલ્લિનાથ ભગવાનના જીવે ત્રીજા ભવે અપ્રશસ્ત માયા કષાયનો ઉપયોગ કર્યો તેના પ્રતાપે બંધાતા પુરૂષવેદના સ્થિતિ અને રસને સ્ત્રીવેદ જે બંધાયેલું સત્તામાં પડેલ છે તેમાં સંક્રમીત કરીને નિકાચીત કર્યું તેના પ્રતાપે સ્ત્રી અવતાર પામ્યા.
(૪) જૈન ધર્મનું સરલ હૃદયથી આરાધન કરતાં જીવો પુરૂષ વેદને બાંધે છે. સંસારમાં ફરતાં ફરતાં જીવો અકામ નિર્જરા દ્વારા અનંતુ પુણ્ય ભેગું કરી મનુષ્યપણું પામે. પાંચે ઇન્દ્રિયની પૂર્ણતા પામે. લાંબુ આયુષ્ય પામે. જૈનશાસન મલે તેવી સામગ્રી પામે. જૈનશાસનની આરાધના કરી શકે એવો વીર્માંતરાયનો ક્ષયોપશમ ભાવ મેળવવીને મન-વચન-કાયાથી આરાધના પણ કરે. આ બધું મલવા છતાં આરાધના કરતાં જો જીવોને સરલ સ્વભાવ પેદા ન થાય અથવા પેદા કરવાના ભાવ પણ ન થાય અને વક્રતા દૂર કરવા પ્રયત્ન ન કરે તો આરાધના કરવાં છતાં આ જીવો પુરૂષ વેદનો બંધ કરી શકતા નથી. કદાચ કરે તો સંક્રમથી સ્ત્રીવેદ રૂપે થઇ પણ જાય.
(૮) સ્ત્રીવેદ મોહનીય :- પુરૂષને સેવવાનો અભિલાષ - ઇચ્છા તે સ્ત્રીવેદ કહેવાય છે. આ સ્ત્રીવેદ બાંધવાના પાંચ કારણો કહેલા છે.
૧. પાંચે ઇન્દ્રિયના અનુકૂળ પદાર્થોમાં આસક્તિ જેટલી વધારે અથવા તેને ભોગવવાની જેટલી લોલુપતા વધારે હોય તેનાથી સ્ત્રીવેદ બંધાય છે.
Page 82 of 126
Page #83
--------------------------------------------------------------------------
________________
૨. શરીર-ધન અને કુટુંબના રાગના કારણે જે અસત્ય બોલાય છે તેનાથી જીવનાં પરિણામ વક્ર થાય છે. અને તે વક્તાના કારણે જીવોને સ્ત્રીવેદ બંધાય છે.
૩. વક્તા એટલે માયાવી સ્વભાવ રાખવાથી. તથા જ્યારે બોલવાનો વખત આવે ત્યારે માયા રાખીને બોલે-વિચારે તે વક્રતા કહેવાય છે.
૪. ઈર્ષા વૃત્તિ- પોતાના સુખના કારણે બીજાના સુખને જોઇને બળાપો પેદા થાય, પોતાનો યશ ન થતો હોય તો બળાપો થતાં બીજાના યશને ખમી શકે નહિ તે ઈર્ષ્યાથી જીવો સ્ત્રીવેદનો બંધ કરે છે.
૫. પરસ્ત્રીઓનાં વિકાસોને જોવા, તેના મોજશોખ વખાણવા. જોઇને આનંદ પામવો તેમના પ્રત્યે પ્રેમની દ્રષ્ટિથી જોવું ઇત્યાદિ સ્ત્રીવેદ બાંધવાના કારણ છે : માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે સ્ત્રી અવતાર અનંતી પાપ રાશી ભેગી થયેલી હોય ત્યારે મલે છે. આ રીતે પાંચ કારણમાંથી કોઇને કોઇ કારણનું સેવન એટલે આચરણ કરવાથી સ્ત્રીવેદનો અનુબંધ જીવો વિશેષ રીતે પાડતા જાય છે. આથી તેની ભવની પરંપરા સ્ત્રીવેદ વાળી પ્રાપ્ત થતી જાય છે. માટે આ કારણો જાણીને સાવચેત બનવાનું છે.
(૯) નપુંસકવેદ મોહનીય :- જીવોને પુરૂષ અને સ્ત્રી બન્નેને સેવવાનો અભિલાષ પેદા થાય તે નપુંસક વેદ કહેલો છે.
આ નપુંસકવેદ બાંધવાના ચાર કારણો કહેલા છે. ૧. સ્ત્રી અને પુરૂષ બન્ને પ્રત્યે આસક્તિ રાખીને જીવન જીવવું તે નપુંસકવેદ બંધાવે છે.
૨. ભાંડ ચેષ્ટાઓ કરવી. નાટક, ચેટક, સિનેમા, ટી.વી. વગેરે જોઇને તેમાં જે રીતે જે જે જીવો. ચેષ્ટા કરે છે તેવી ચેષ્ટાઓ કરતાં શીખવું તેવી વેશભૂષાઓ બનાવી-પહેરવી નાચવું કૂદવું-ખેલવું ઇત્યાદિ જે જે ચેષ્ટાઓ દેખે તેવું વર્તન કરવું તે નપુંસક વેદ બંધાવે છે. આજના કાળમાં ટી.વી.ના માધ્યમથી તેમાં આવતાં ચિત્રોને જોઇને નાના બાળકોથી માંડીને મોટા સુધીના લગભગ મોટા ભાગના જીવો આવી ચેષ્ટાઓ કરતાં થયેલા દેખાય છે. તેના પ્રતાપે સ્ત્રી પુરૂષો જુવાન દીકરા-દીકરીઓ પણ જાહેરમાં નાચગાન કરતાં કરતાં અનેક પ્રકારની ચેષ્ટાઓ કરતાં થયેલા છે અને તેમાં પણ જેવી આસક્તિ હોય તે પ્રમાણે નિકાચીત કરતા થાય છે.
૩. સ્ત્રી આદિના વ્રતનો ભગ કરવો - કામ ભોગની તીવ્ર અભિલાષા અને ઇચ્છાઓ કર્યા કરવી તે.
૪. ક્રોધાદિ ચારેય પ્રકારના કષાયોને તીવ્ર પણે ધારણ કરે એટલે કે ક્રોધ-માન-માયા-લોભ ચારે કષાયોની તીવ્રતા રાખે અથવા ચારમાંથી ત્રણની તીવ્રતા રાખે અથવા ચારમાંથી બેની તીવ્રતા રાખે અથવા. ચારમાંથી કોઇપણ એકની તીવ્રતા રાખવી તે નપુંસકવેદ બાંધવાના કારણ રૂપ ગણેલ છે. ક્રોધ-માન-માયા-લોભ એ ચારેયમાંથી એક એક અંતર્મુહૂર્ત કોઇ પણ એકનો ઉદય ચાલુ જ રહે છે અને
જ્યારે તે ચારેયમાંથી એકનો ઉદય ચાલતો હોય ત્યારે તે અંતર્મુહૂર્તમાં અનંતાનુબંધિ રૂપે ફાર થયા કરે છે. તેની સાથેને સાથે જ હાસ્ય-રતિ એ બેનો ઉદય હોય તો અરતિ-શોકનો ઉદય હોતો નથી અને અરતિ શોકનો ઉદય હોય ત્યારે હાસ્ય-રતિનો ઉદય હોતો નથી. તેવી જ રીતે પુરૂષવેદ-સ્ત્રીવેદ નપુંસકવેદ એ ત્રણ વેદમાંથી તે જ અંતર્મુહુર્તના કાળમાં પુરૂષ વેદનો ઉદય હોય તો સ્ત્રીવેદ-નપુંસકવેદનો ઉદય હોતો નથી. સ્ત્રીવેદનો ઉદય હોય તો પુરૂષવેદ-નપુંસકવેદનો ઉદય હોતો નથી તેમજ નપુંસકવેદનો જો ઉદય હોય તો પુરૂષવેદ-ત્રીવેદનો ઉદય હોતો નથી. આ રીતે પરિણામની ધારાના પ્રતાપે અથવા અધ્યવસાયના કારણે આ ફ્લરી ચાલ્યા કરે છે. જ્યારે કોઇ જીવને ભય અને જુગુપ્સા આ બેમાંથી ભય મોહનીય હોય. કોઇ જીવોને ભય ન હોય તો જુગુપ્સા મોહનીયનો ઉદય હોય. કોઇ જીવને ભય-જુગુપ્સા બન્નેનો પણ ઉદય હોય
Page 83 of 126
Page #84
--------------------------------------------------------------------------
________________
અને કોઇ જીવોને ભય-જુગુપ્સા બન્નેમાંથી એકેયનો ઉદય ન હોય એવું પણ બને છે.
આ કારણોથી જગતમાં રહેલા જીવોમાં એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-અસન્ની પંચેન્દ્રિય-અપર્યાપ્તા-પર્યાપ્તા તિર્યંચો-અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા મનુષ્યો તથા સન્ની પંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્ત તિર્યંચો અને મનુષ્યોને નિયમાં એક નપુંસકવેદ જ હોય છે. નારકીના જીવોને પણ નિયમા નપુંસકવેદ જ ઉદયમાં હોય છે.
સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચોને ત્રણે વેદનો ઉદય હોય છે. એટલે કે કેટલાક તિર્યંચો પુરૂષ વેદના ઉદયવાળા હોય, કેટલાક તિર્યંચો સ્ત્રીવેદના ઉદયવાળા હોય છે અને કેટલાક તિર્યંચો નપુંસકવેદના ઉદયવાળા હોય છે. આ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ જીવોને વિષે જાણવું.
અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા જે યુગલિક તિર્યંચ હોય છે તે જીવોમાં બે વેદ પુરૂષવેદ અને સ્ત્રીવેદ હોય છે. ત્યાં નપુંસકવેદ વાળા જીવો ઉત્પન્ન થતાં નથી. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા. મનુષ્યો જે હોય છે તે ત્રણે વેદના ઉદયવાળા હોય છે. કેટલાક પુરૂષવેદના ઉદયવાળા કેટલાક સ્ત્રીવેદના. ઉદયવાળા અને કેટલાક નપુંસકવેદના ઉદયવાળા હોય છે.
અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા જે યુગલિક મનુષ્યો હોય છે તે પુરૂષવેદ અને સ્ત્રીવેદ એમ બે વેદના ઉદયવાળા હોય છે.
દેવલોકમાં રહેલા દેવતાઓ જે છે તેમાં ભવનપતિ-વ્યંતરજ્યોતિષ અને વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવોને વિષે બે વેદના ઉદયવાળા દેવો હોય છે. પુરૂષવેદના ઉદયવાળા અને સ્ત્રીવેદના ઉદયવાળા હોય છે.
વમાનિકના ત્રીજા દેવલોકથી પાંચ અનુત્તર સુધીનાં દેવોને એક પુરૂષવેદનો ઉદય હોય છે. જીવો દર્શન મોહનીય કર્મ નીચેના કારણોથી બાંધે છે. પંદર કારણોથી દર્શન મોહનીય બંધાય છે. (૧) તીર્થંકર પરમાત્માની નિંદા કરવાથી-અવર્ણવાદ બોલવાથી. (૨) જૈન શાસ્ત્રોની નિંદા કરવાથી. (૩) શ્રી સંઘ (ચતુર્વિધ)ની નિંદા કરવાથી. (૪) સદ્ધર્મની નિંદા કરવાથી – અવર્ણવાદ બોલવાથી.
(૫) અધિષ્ઠાયક દેવ-દેવી તથા ભગવાનના શાસનનાં યક્ષ-યક્ષિણીઓની નિંદા કરવાથી તેઓનાં અવર્ણવાદ બોલવાથી જીવ દર્શન મોહનીય કર્મ બાંધે છે.
(૬) કેવલી ભગવંતો માટે અપલાપ કરવાથી. (૭) સિધ્ધ પરમાત્માઓનો અપલાપ કરવાથી. (૮) દેવોનો અપલાપ કરવાથી એટલે દેવો નથી એવું જે બોલવું તે.
(૯) ધર્મી જીવોનાં દૂષણો હંમેશા બોલવાથી. પોતાનાથી અધિક ધર્મ કરતો હોય તો તેવા જીવોની. ધર્મ પ્રવૃત્તિઓ જોઇને બીજાની પાસે તેની નિંદા કરવી ગમે તેમ બોલવું તે પણ દર્શન મોહનીયના બંધનું કારણ થાય છે.
(૧૦) ઉન્માર્ગની દેશના આપવાથી. એટલે કે શ્રી જિનેશ્વર પરમાત્માઓએ જે કહેલું છે તેનાથી વિપરીત રીતે બોલવાથી-દેશના આપવાથી.
(૧૧) કદાગ્રહ રાખવાથી કોઇપણ બાબતની પકડ રાખીને હું જે કહ્યું તે જ બરાબર એમ જ થાય એવી જે પકડ રાખવાથી.
(૧૨) ગુરૂ આદિ વડીલોનું અપમાન કરવાથી.
Page 84 of 126
Page #85
--------------------------------------------------------------------------
________________
(૧૩) અસંયતિ જીવોની પૂજા કરવાથી.
(૧૪) કોઇપણ કામ સહસા એટલે ઉતાવળથી કરવાથી તેમાં ઉપયોગ રહેતો નથી અનુપયોગથી થતી ક્રિયાઓમાં દર્શન મોહનીય કર્મ બંધાય છે.
(૧૫) મિથ્યાત્વની પુષ્ટિ કરવાથી એટલે પોતે મિથ્યાત્વની પ્રવૃત્તિ કરતો જાય અને અનેકને તે પ્રવૃત્તિમાં જોડતો જાય અને સૌને જણાવે કે આ બરાબર છે, કરવા લાયક આપણે કરીએ છીએ એમ જણાવતાં અનેક જીવોના અંતરમાં મિથ્યાત્વને મજબૂત કરવું તે દર્શન મોહનીય બાધવાનું કારણ કહેલ છે.
ચારિત્ર મોહનીય કર્મ બાંધવાના સાત કારણો કહેલા છે. (૧) સાધુ ભગવંતોની નિંદા કરવાથી-પાંચ મહાવ્રતમાં દૂષણો દેખવાથી-તેને બોલવાથી.
(૨) ધર્મી જીવોને ધર્મ કાર્યમાં વિપ્ન એટલે અંતરાય કરવાથી. આજે લગભગ મોટા ભાગે આ દોષ ધર્મી જીવોના ઘરોમાં દેખાય છે. પોતે ધર્મ ન કરતાં હોય અને ઘરમાં ધર્મની ભાવનાવાળા હોય-ધર્મ કરતાં હોય તો તેઓને તે વખતે જણાવે કે સંસારનું કામ પહેલા પતાવી પછી ધર્મ કરો. આ કામ તમારું જ છે ને ! આ પણ ધર્મ જ છે ને !પતિની ભક્તિ કરવી એ ધર્મ નથી એમ જણાવી ધર્મના ટાઇમે ધર્મ ન કરવા દેતેમાં અંતરાય કર્યા કરે એવું બને છે. તેનાથી જીવો ચારિત્ર મોહનીય કર્મ બાંધ્યા કરે છે.
(૩) અવિરતિના ઉદયવાળા જીવોનાં વખાણ કરવાથી એટલે તે અવિરતિના ઉદયમાં સારી રીતે જીવતો હોય તેનું એ જીવન જોઇને આનંદ પામવો તેમાં અવિરતિના વખાણના કારણે ચારિત્ર મોહનીયા બંધાય છે.
(૪) દેશવિરતિવાળા જીવોને ઘણાં પ્રકારે અંતરાયો પેદા કરવાથી. (૫) સ્ત્રી આદિનાં વખાણ કરવાથી એટલે કે કામ અને ભોગની સામગ્રીનાં વખાણો કરવાથી. (૬) ચારિત્રવાન જીવોમાં દૂષણો જોવાથી-બતાવવાથી તથા
(૭) કષાયનાં નિમિત્તો પામીને કષાયો વધારવાથી તથા નોકષાયનાં નિમિત્તોને પામીને નોકષાયને વધારવાથી જીવો ચારિત્ર મોહનીય કર્મ બાંધે છે કે જેના પ્રતાપે ભવાંતરમાં જીવોને ચારિત્ર જલ્દી મળતું નથી. તેઓને ચારિત્ર મોહનીયના ઉદયના પ્રતાપે ચારિત્ર ગમતું નથી. લેવાનું મન થાય નહિ અને આથી. ક્ષયોપશમ ભાવે ચારિત્ર મળતું નથી.
માહનીય એટલે આત્માના વિવેક ચક્ષને વિષે મુંઝવણ પેદા કરાવે તે.
આજે લગભગ ધર્મક્રિયા કરનારો મોટોવર્ગ વિવેક ચક્ષુ વગરનો દેખાય છે. વિવેક ચક્ષ પેદા કરવાનું લક્ષ્ય રાખી ધર્મ કરવામાં લીનતા, પ્રસન્નતા અને સ્થિરતા પેદા થાય છે. (થતી જાય છે.).
જીવનની કોઇપણ મન, વચન, કાયાની ક્રિયામાં પ્રવૃત્તિ કરીએ તેમાં વિચારણા આવે તે મુંઝવણનો પરિણામ છે મુંઝવણનો એક વિચાર શરૂ થાય એટલે આજુબાજુના અનેક વિચારોને લઇ આવે.
મિથ્યાત્વ એટલે કુદેવને સુદેવ તરીકે માનવું છે. વ્યવહારથી પોતાના અંતરમાં રહેલો વિવેક કે જે અસત્ પ્રવૃત્તિ મારા આત્માને નુક્શાન કરનારી છે અને સત્ પ્રવૃત્તિ મારા આત્માને તારનારી-કલ્યાણ કરનારી છે. આ પ્રકારનો વિવેક પેદા થવા નહિ દે તે મિથ્યાત્વ. સામાન્ય રીતે સુદેવને કુદેવ માનવા એ વ્યવહારથી. અહીં વ્યવહાર મિથ્યાત્વને અડવાનું નથી. અહીં તો પ્રવૃત્તિનો સદ્ અને અસ એમ વિચાર કરવાનો છે અને જો આ વિચારાનો અભ્યાસ પડી જાય તો સુદેવનો કે કુદેવનો વિચાર કરવાની જરૂર રહેતી જ નથી. અસત પ્રવૃત્તિ કદી આત્માને તારનારી બની શકે નહિ. આટલી શ્રધ્ધા પણ આપણા અંતરમાં માન્યતા રૂપે ખરી ? ઘર, પેઢી, કુટુંબ, પૈસો એ બધી જ અસત્ પ્રવૃત્તિઓ છે. મારા આત્માને
Page 85 of 126
Page #86
--------------------------------------------------------------------------
________________
ભવભ્રમણ વધારનારી છે એવા વિચારો જો તમારામાં હોય તો મિથ્યાત્વની મંદતા છે એમ કહી શકાય.
ઘર, પેઢી, કુટુંબ, પૈસો એ બધી જ પ્રવૃત્તિમાં જીવને મુંઝવણ પેદા કરાવી વિવેક પેદા કરવામાં સહાયભૂત થતી નથી. આ બધી પ્રવૃત્તિ અસદ્ છે એ વિચાર સ્થિર થવા દેતો નથી.
ઘરને અસદ્ પ્રવૃત્તિ રૂપે માનો કે સદ્બવૃત્તિ રૂપે ?
જો અસત્પ્રવૃત્તિ રૂપે અંતરમાં માન્યતા ન આવી હોય તો તે પ્રવૃત્તિથી મિથ્યાત્વ મજબૂત થતું જાય છે. મિથ્યાત્વ મંદ પડે ત્યારેજ તારનારી ચીજ કઇ એનો વિચાર કરવાનું મન થાય.
ઘર વગર રહેવાય તેમ નથી, ઘર છોડી શકાય એમ પણ નથી માટે રહેવું પડે છે માટે રહું છું. પણ એ ઘર છોડવાની તાકાત મને ક્યારે આવે આવી વિચાર શરણી હોય તો જ મિથ્યાત્વની મંદતા છે એમ સમજવું. અન્યથા મિથ્યાત્વનો ઉદયકાળ ચાલુ જ છે એમ માનવું. મિથ્યાત્વની મંદતા આવે તોજ અસત્ પ્રવૃત્તિને અસત્ રૂપે માને. આ મિથ્યાત્વને ઓળખીને એ પ્રવૃત્તિ છોડવાની તાકાત આવે એમ ભગવાન પાસે માંગવાનું છે. આવો વિચાર આવે તે જીવોને જ મિથ્યાત્વના ગાઢ રસના પુદ્ગલો ઓછા થાય છે એમ કહેવાય.
અનુકૂળ પદાર્થોમાં ગાઢ રાગની ગ્રંથી અને પ્રતિકૂળ પદાર્થોમાં ગાઢ દ્વેષનો પરિણામ. આ પરિણામને આધીન થઇને જીવવું એજ મિથ્યાત્વ છે. ગ્રંથી એટલે ગાંઠ રાગ અને દ્વેષના પરિણામની ગાંઠ તે ગ્રંથી કહેવાય એ અનાદિકાળથી આપણા અંતરમાં રહેલી છે. આ ગ્રંથીને ઓળખવાનો પ્રયત્ન પણ ન કરીએ-ઓળખીને તેને ભેદવાનો પ્રયત્ન પણ ન કરીએ તો ધર્મક્રિયા તારનારી બનતી નથી.
દેવનું દર્શન રાગાદિ પરિણામોને ઓળખાવનારું છે માટે જ્ઞાનીઓએ લખ્યું છે કે દર્શનથી દર્શન નીપજે જેમ જેમ ભગવાનના દર્શન કરતો જાય તેમ તેમ વિવેક રૂપી દર્શન પેદા થતું જાય.
અનંતાનુબંધિ કષાય તીવ્રરસે ઉદયમાં ચાલુ હોય ત્યારે જીવોએ અનુકૂળ પદાર્થોમાંજ સર્વસ્વ સુખની બુધ્ધિ પેદા કરેલી હોય છે તેના માટે ગમે તેવા પાપ કરીને પણ તેમાં સફ્ળતા મેળવવાના પ્રયત્ન કર્યા કરે તીવ્રરસની તીવ્રતાથી અનંતા ભવોની પરંપરા તીવ્રપણે એટલે અનુબંધ રૂપે જીવ બાંધતો જાય છે. સમકીતી જીવને ઘર આદિ છોડવા જ પડે એવો નિયમ નથી. હેય પદાર્થમાં હેય બુધ્ધિ, ઉપાદેય પદાર્થમાં ઉપાદેય બુધ્ધિ રાખીને ક્રિયા કરતો હોવાથી સમકીત ઉભું રહે છે. ત્યાગ કરવો જ જોઇએ એમ જરૂર માને છે પણ નથી થતો તેનું અંતરમાં ભારોભાર સતત દુઃખ રહ્યા જ કરે છે માટે સમકીત ટકી શકે
છે.
અનુકૂળતા મલે તો ઉપયોગ કરવાનો પણ તેમાં રાગ કરવો નહિ અને રાગ પોષાય તેવા વચનો પણ બોલવા નહિ એવો પ્રયત્ન ચાલુ છે ને ?
પુણ્યોદયથી મલ્યું-પુણ્યોદય છે માટે ભોગવાય છે અને પુણ્યોદય છે માટે રહે છે અને રહેશે તો પછી એમાં રાગ શું કામ કરવાનો ? સમકીતી ચારે બાજુથી નિર્લેપ હોય માટે એ ચારે બાજુથી સાવધ જ હોય છે. સકામ નિર્જરા જીવ કરતો થાય તો નિર્લેપતા પેદા થાય.
આ બધા માટે સૌથી પહેલા મોહરાજાની નિદ્રામાંથી જાગવું પડશે, પછી બેસતા શીખવું પડશે, પછી ઉભા રહેતા શીખવું પડશે, પછી જ ચાલતા શીખવું પડશે તોજ નિદ્રા ઉડી જશે એવો અનુભવ થશે. પ્રશસ્ત રાગ છઠ્ઠા ગુણસ્થાનક સુધી રહેવાનો. સમકીતીને પણ પ્રશસ્ત રાગ જોઇએ જ. ક્રિયાઓમાં અપ્રમત્તભાવ પ્રશસ્ત રાગથી જ પેદા થાય. એનાથી આત્મકલ્યાણ થશે.
રોગીને પથારી ગમે ? ના. રોગ મટાડવા રોજ દવા લઉં તે દવા લેવી કોઇદિ સારી લાગે ? ના. એ
Page 86 of 126
Page #87
--------------------------------------------------------------------------
________________
દવાથી સારું થાય અને તાકાત ક્યારે આવે અને દોડતો ક્યારે થાઉં એ વિચાર રોગીને સતત હોય કે કોઇ કોઇવાર આવે ? સતત જ ચાલુ હોય તેવી જ રીતે આ સુખનો રાગ રોગી કરતાં પણ ભયંકર છે. તો તેને છોડવાની તક ક્યારે મલે એ વિચાર ધારા સતત ચાલુ ખરીને ?
સમકતી દેવોને એ પરિણામ સતત તેત્રીશ સાગરોપમ સુધી ચાલુ હોય છે. એ પરિણામ કેવી રીતે ટકાવી રાખતા હશે ? પ્રવૃત્તિ હેયની કરવાની અને પરિણામ તાકાત ઉપાદેયની રાખવાની એ ક્યારે કેવી રીતે બને ? એ જે રીતે રાખીને દેવો જીવે છે એ જ રીતે સમકીતી મનુષ્યો સાતમી નારકીમાં રહેલા નારકો, તિર્યંચો એજ રીતે જીવી શકે છે ! એનો આપણા જીવનમાં પ્રયત્ન ચાલુ છે એ રીતે જીવન જીવવા માટેનો ? આવા જીવોનાં રાગાદિ પરિણામ એટલા સંયમીત હોય કે જેના કારણે એ રાગાદિ ઉદયમાં હોવા છતાં પણ એમને વિશેષ રીતે પીડા આપી શકે નહિ.
સંયોગ એ બંધનનું કારણ છે માટે સંયોગથી પર રહેવાના પ્રયત્નો કરવા જોઇએ. આથી સ્વાવલંબી જીવન જીવતા શીખો. પોતે જ પોતાનું કાર્ય કરવું બીજા તૈયાર કરી આપે તે રીતે જીવન જીવવું નહિ. જંદગીમાં છેલ્લામાં છેલ્લે સાધપણું લઇને જીવવા માટેનું આ પગથિયું કહેલું છે. આ રીતે જીવવા છતાં પણ જીવનાં કષાયો કાંક તીવ્ર હોય તો સર્વવિરતિનો પરિણામ ન આવે એવું પણ બને. સંસારમાં આ રીતે જીવન સ્વાવલંબી રૂપે જીવી શકે એવું પણ બને.
- નવ નોકષાય એ આખા સંસારનું મૂળિયું છે આમાં જીવ જેટલો ડૂબેલો રહીને જીવે એટલું ચારિત્ર મોહનીય કર્મ ગાઢ બાંધતો જાય છે. આમ ચારિત્ર મોહનીયના ઉદયનું નિમિત્ત આ નવમાંથી કોઇ પણ એક ભેદ પણ હોઇ શકે છે. આને જ્ઞાની ભગવંતો એ અત્યંતર ગ્રંથરૂપ દોષ કહેલો છે.
તીર્થકરના આત્માઓ સંસારમાં વધારેમાં વધારે વ્યાશી લાખપૂર્વ વરસ સુધી મોનપણે રહીને પોતાનું જીવન જીવતાં હોય છે એ એટલા માટે કે આ નવ નોકષાયના ભેદોમાંથી કોઇ ભેદ ઉત્તેજિત થઇ હેરાન કરી ન જાય એ દોષોને દૂર કરવા આ રીતે પ્રયત્ન કરતાં જાય છે એટલે એમનાં હાસ્યાદિ નોકષાયો ઓછા થતાં જાય છે. મીન એટલે મોટું ચડાવવું એમ નહિ. મોઢાની પ્રસન્નતા જળવાઇ રહેવી જોઇએ, મેં ચઢેલું હોય તે અરતિ મોહનીયનું કારણ છે. એનાથી પણ ચારિત્ર મોહનીય કર્મ બંધાય.
ચંડકૌશિક ભગવાનને ડંખ મારે છે છતાં ભગવાન બોલ્યા તો શું બોલ્યા ? બુઝ બુઝ ચંડકોશિયા. એટલા જ શબ્દો બોલ્યાને ? કેમ ? જાણે છે આટલા શબ્દોથી એનું કલ્યાણ થઇ જશે ! એમ આપણે કોઇની સાથે વાતચીત કરીએ, બોલવાનો વખત આવે અને બોલીએ તો થોડા શબ્દોમાં સામા જીવનું હિત થઇ શકે એટલા જ શબ્દો બોલીએને ? સામા જીવના અંતરમાં હાસ્યાદિ નવમાંથી કોઇનો વિચાર પેદા ન થાય એવા વચનો બોલવાનો અભ્યાસ પડ્યો છે ખરો ? આવો વિચાર કરીને બોલીએ તોય ચારિત્ર મોહનીય તૂટે.
પદાર્થોને વિષે જેટલી મમત્વ બુદ્ધિ અને લોભ વધે એટલો ભય વધે છે એટલે ભય મોહનીય વધે જ મમત્વ બુદ્ધિ અને લોભ ઘટાડવા માટેજ શ્રાવકોને દ્રવ્યપૂજાનું વિધાન છે. જે દિવસે પૂજા ભણાવી હોય તેનો આનંદ એટલો બધો હોય કે જેના કારણે ખાવા પીવાના પદાર્થો પ્રત્યેનો સ્વાદ છૂટી જાય એવું બને ખરું ?
સંસારનું મૂળિયુંજ આ છે. અરિહંતો અઢારે દોષોથી રહિત હોય તે અઢારમાં સાતદોષ આજ છે. હાસ્યાદિ-છ અને સાતમો કામવાસના એ આત્માઓ આ સાતે દોષોને કાઢવા માટે અવિરતિનો નાશ કરવા અવિરતિના ઉદયમાં પચ્ચખાણ નહિ છતાં કેટલો પ્રયત્ન કરે છે ? મનપણે નિયમ નહિ છતાં નિયમની જેમ જીવે છે માટેજ આ તીર્થંકરના આત્માઓને ચોથાથી સીધું સાતમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે.
આ બધાથી બચવાનો રામબાણ ઉપાય જ એ છે કે તત્વજ્ઞાનની જેટલી બને એટલી વિચારણા
Page 87 of 126
Page #88
--------------------------------------------------------------------------
________________
કરવાની. જેટલું ભણ્યા હોઇએ તેનું ચિંતવન કર્યા કરવાનું આજ એનો ઉપાય છે. આ રીતે મોહનીય કર્મના છવ્વીશ ભેદો જોયાં.
આયુષ્ય કર્મ
નરકાયુષ્ય પાપ પ્રકૃતિ રૂપે કહેલી છે કારણ કે જ્યાં જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયા પછી જીવને મરવાની સતત ઇચ્છા ચાલુ રહે છે તે ક્ષેત્રનું આયુષ્ય અશુભ કહેવાય છે. આવું ક્ષેત્ર નરક સિવાય બીજું હોતું નથી. માટે નરકાયુષ્ય અશુભ ગણાય છે. જ્યારે તિર્યંચાયુષ્ય એવા પ્રકારનું છે કે એકેન્દ્રિયથી શરૂ કરી પંચેન્દ્રિય તિર્યંચ સુધીમાં જ્યાં જીવ ઉત્પન્ન થાય એટલે થોડી ઘણી પણ અનુકૂળતા જીવને મલે છે માટે તે ક્ષેત્રમાં જન્મેલાને મરવાની ઇચ્છા થતી નથી માટે જ્ઞાની ભગવંતોએ તિર્યંચાયુ પુણ્ય પ્રકૃતિ કહી છે. નરકાયુષ્યનો બંધ સન્ની પર્યાપ્તા તિર્યંચો, સન્ની પર્યાપ્તા મનુષ્યો અને અસન્ની પર્યાપ્તા તિર્યંચો બાંધી શકે છે એ આયુષ્યનો બંધ કરવા માટે રીદ્રધ્યાનનો પરિણામ જોઇએજ માટે જ્ઞાનીઓ એ રીદ્રધ્યાન લાવનાર,પેદા કરનાર, રાત્રિભોજન કહેલું છે માટે રાત્રિભોજનને નરકનું પ્રથમ દ્વાર કહેલું છે. અભક્ષ્યનું ભક્ષણ અનંતકાયનું ભક્ષણ, બોર, અથાણું આદિ નરક આયુષ્ય બાંધવાના કારણો કહેલા છે. માટે જ જીવન જીવતાં ગમે તેવા વિચારો કરતાં રોદ્રધ્યાન પેદા ન થઇ જાય એની કાળજી રાખવાની કહી છે.
- રાત્રિભોજનમાં પૂર્વક્રોડ વરસના આયુષ્યવાળા એકસો નવ્વાણું ભવ ઉત્તરોત્તર મનુષ્યપણાના પ્રાપ્ત થાય અને દરેક ભવમાં આખી જીંદગી વ્યભિચારનું સેવન કરે તેમાં જેટલું પાપ લાગે તે બધું ભેગું એટલું પાપ એકવાર રાત્રિભોજન કરવામાં લાગે છે.
આયુષ્ય કર્મ
આ કર્મની વિશેષતા એ છે કે એક ભવમાં એક જ વાર બંધાય છે અને તે એક ભવમાં એક અંતર્મુહૂર્ત સુધી જ બંધાય છે અને તે બંધાયેલું આયુષ્ય તે ભવમાં ઉદયમાં આવતું નથી બીજા ભવા સિવાયના બાકીના ભાવોમાં પણ ઉદયમાં આવતું નથી. જે ભવમાં આયુષ્ય બંધાય છે તે ભવનું ભોગવાતું આયુષ્ય પૂર્ણ થાય કે તરત જ તે ઉદયમાં આવે છે. જ્યારે બાકીના સાતેય કર્મો જીવને સમયે સમયે બંધાયા. જ કરે છે તે બાંધેલા કર્મો તે જે ભવમાં બાંધ્યા હોય ત્યાં પણ ઉદયમાં આવી શકે છે. બીજા ભવમાં પણ ઉદયમાં આવી શકે છે અને તે ભવમાં કે બીજા ભવમાં ઉદયમાં ન પણ આવે તો સંખ્યાતા કે અસંખ્યાતા ભવ સુધી ઉદયમાં ન આવે એમ પણ બની શકે છે. આ કારણથી આયુષ્ય કર્મની વિશેષતા ગણાય છે.
- આ આયુષ્ય કર્મ પોતાના ભોગવાતા આયુષ્યના ત્રીજા ભાગે અથવા નવમા ભાગે અથવા સત્તાવીશમા ભાગે અથવા એકયાશીમા ભાગે અથવા બસો તેંતાલીસમા ભાગે અથવા છેલ્લા અંતર્મુહર્ત પણ બાંધી શકે છે. આ આયુષ્ય બાંધવામાં જઘન્ય આયુષ્યના ઉદયવાળા ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધી શકે છે. ઉત્કૃષ્ટ આયુષ્યના ઉદયવાળા જઘન્ય આયુષ્ય પણ બાંધી શકે છે. આથી જઘન્ય આયુષ્યના ઉદયવાળા, જઘન્ય આયુષ્ય-મધ્યમ આયુષ્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધી શકે છે.
ઉત્કૃષ્ટ આયુષ્યના ઉદયવાળા જઘન્ય આયુષ્ય-મધ્યમ આયુષ્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધી શકે છે. આ કારણોથી જ્ઞાની ભગવંતો કહે છે કે દેવતા અને નારકીના જીવ પોતાના ભોગવાતા આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે આયુષ્ય બાંધે.
અસંખ્યાત વરસના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો પોતાના આયુષ્યનો પલ્યોપમનો
Page 88 of 126
Page #89
--------------------------------------------------------------------------
________________
અસંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે અથવા છેલ્લા છ માસ બાકી રહે ત્યારે આયુષ્ય બાંધી શકે છે.
જે પૂર્વ ક્રોડ વરસના આયુષ્યવાળા જીવો હોય છે તે પોતાના આયુષ્યના ત્રીજા ભાગે આયુષ્ય બાંધે છે. ચોવીશ તીર્થંકરોના આત્માઓ-બાર ચક્રવર્તીઓ-નવ બલદેવ-નવ વાસુદેવ-નવ પ્રતિવાસુદેવ આ ૬૩ (ત્રેસઠ) પ્રકારના આત્માઓ જો આયુષ્યનો બંધ કરે તો પોતાના ભોગવાતા આયુષ્યના ત્રીજા ભાગે નિયમા આયુષ્ય બાંધે છે.
બાકીના એકેન્દ્રિય-વિકલેન્દ્રિય સામાન્ય તિર્યંચો અને મનુષ્યો બીજા ભવનું આયુષ્ય બાંધી શકે તો પોતાના ભોગવાતા આયુષ્યના ત્રીજા-નવમા-સત્તાવીશમા-એક્યાશીમા-બસો તેંતાલીશમાં ભાગે કે યાવત્ છેલ્લા અંતર્મુહૂર્તે બાંધી શકે છે.
દેવતા અન નારકીના જીવો પરભવનું આયુષ્ય બાંધે તો વધારેમાં વધારે પૂર્વક્રોડ વરસનું બાંધી શકે તથા જઘન્ય આયુષ્યનો બંધ કરતા જ નથી આથી મધ્યમ આયુષ્ય બાંધી શકે છે.
અસંખ્યાત વરસના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો પોતાનું જેટલું ભોગવાતું આયુષ્ય હોય એટલું દેવતાનું આયુષ્ય બાંધી શકે અથવા પોતાના ભોગવાતા આયુષ્યથી ઓછું પણ આયુષ્ય બાંધી શકે છે. પણ અધિક આયુષ્યનો બંધ કરતા જ નથી. પૂર્વ ક્રોડ વરસના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો પરભવનું આયુષ્ય બાંધે તો ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમનું અને જઘન્યથી અંતર્મુહૂર્તનું આયુષ્ય બાંધી શકે છે તમજ મધ્યમ આયુષ્યનો બંધ પણ કરી શકે છે.
એકેન્દ્રિય-વિલેન્દ્રિય જઘન્ય કે ઉત્કૃષ્ટ આયુષ્યવાળા જીવો બીજા ભવનું આયુષ્ય બાંધે તો ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વરસનું આયુષ્ય બાંધી શકે છે. જઘન્યથી એક અંતર્મુહૂર્તનું આયુષ્ય અને મધ્યમ અંતર્મુહૂર્તથી અધિક લઇને પૂર્વક્રોડ વરસ પહેલાનું ગમે તે બાંધી શકે છે.
લબ્ધિ અપર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો તથા સન્ની પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો પરભવનું આયુષ્ય બાંધે તો ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વરસનું બાંધી શકે છે. અને જઘન્યથી એક અંતર્મુહૂર્તનું
બાંધી શકે છે.
અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો પરભવનું આયુષ્ય બાંધો શકે તો ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું બાંધી શકે છે અને જઘન્યથી એક અંતર્મુહૂર્તનું બાંધી શકે છે.
તેમાં નારકીનું આયુષ્ય બાંધે તો પહેલી નારકીનું પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું બાંધી શકે. જઘન્યથી દશ હજાર વરસનું બાંધી શકે છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચ સુધીમાં બાંધી શકે તો પંચેન્દ્રિય તિર્યંચનું ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું યુગલિક ખેચર તિર્યંચનું બાંધી શકે છે અને જઘન્યથી એક અંતર્મુહૂર્તનું બાંધી શકે છે. મનુષ્યનું આયુષ્ય પરભવનું બાંધે તો ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું છપ્પન અંતદ્વીપમાંથી કાઇપણ મનુષ્યનું બાંધી શકે છે અને જઘન્ય આયુષ્ય એક અંતર્મુહૂર્તનું બાંધી શકે છે. દેવાયુષ્યનો બંધ કરે તો જઘન્ય-દશ હજાર વરસનું અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું ભવનપતિ અને વ્યંતર દેવોનું તથા જ્યોતિષીઓનું બાંધી શકે છે.
સન્ની પર્યાપ્તા તિર્યંચો પરભવના આયુષ્યનો બંધ કરે તો જઘન્ય એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમનું નરક આયુષ્ય બાંધી શકે છે અને દેવનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધે તો અઢાર સાગરોપમનું આયુષ્ય બાંધી શકે છે. મનુષ્ય અને તિર્યંચનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધે તો ત્રણ પલ્યોપમનું આયુષ્ય બાંધી શકે
છે.
સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો પરભવનું આયુષ્ય બાંધે તો.
Page 89 of 126
Page #90
--------------------------------------------------------------------------
________________
નારકીનું જઘન્ય દશ હજાર વરસ ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ. દેવનું જઘન્ય - ૧૦ હજાર વરસ ઉત્કૃષ્ટ - ૩૩ સાગરોપમ. મનુષ્યનું જઘન્ય - અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ - ત્રણ પલ્યોપમ.
તિર્યંચનું જઘન્ય - અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ - ત્રણ પલ્યોપમનું આયુષ્ય બાંધી શકે છે.
આયુષ્યનો બંધ હંમેશા ઘોલના પરિણામે થાય છે.એટલે કે જ્યારે જઘન્ય પરિણામમાં હોય ત્યારે આયુષ્ય બાંધતા નથી તેમજ ઉત્કૃષ્ટ પરિણામમાં હોય ત્યારે પણ આયુષ્ય બાંધતા નથી જ્યારે જીવો મધ્યમ કષાયમાં વર્તતા હોય ત્યારે જ ઘોલનો પરિણામ પેદા થઇ શકે છે અને આયુષ્યનો બંધ થાય છે. ઘોલાતો ઘોલાતો જે પરિણામ સ્થિર થાય તે પરિણામને ઘોલનો પરિણામ કહેવાય છે. જેમકે કોઇપણ એક પદાર્થનું ચિંતન કરતાં કરતાં તે પદાર્થના ચિંતનને સ્થિર કરવા માટે આજુબાજુના વિચારો કરી તેને સ્થિર કરાય છે તે ઘોલનો પરિણામ કહેવાય છે. દા.ત. સાંજના કોઇ કાર્ય કરવાનું હોય, સવારના ઉઠ્યા ત્યારથી યાદ આવતાં સાંજે મારે આ કામ કરવાનું છે : એમ યાદ કરીએ. પાછો થોડો વખત થાય ફરીથી પાછું યાદ કરીએ અને તે કાર્ય માટેની તૈયારી કરતા રહીએ. પાછા બીજા કામમાં જોડાઇએ એટલે ભૂલી જઇએ. પછી બપોરના નવરાશ મળતાં યાદ આવે એમ કરતાં કરતાં સાંજના કાર્ય કરવાના કામને વિચારથી જે સ્થિર કરીએ તે કાર્યના પરિણામને મજબુત બનાવીએ તે ઘોલનો પરિણામ ગણાય છે. જો તે વખતે આયુષ્ય બંધ થવાનો હોય તો તેવા સ્થિર પરિણામમાં આયુષ્યનો બંધ થાય તે જેવા પરિણામ હોય તેવું તે વખતે આયુષ્ય એક અંતર્મુહૂર્તમાં બંધાઇ જાય છે. આ જે ઘોલનો પરિણામ સ્થિર બને તેને જ્ઞાની
ભગવંતો ધ્યાનનો પરિણામ કહે છે.
ધ્યાન એટલે જે પદાર્થની વિચારણા ચાલતી હોય તેની વિચારણા કરતાં કરતાં તે પરિણામને સ્થિર બનાવવો તે ધ્યાન કહેવાય છે.
માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે શ્રાવકો પોતાનું જે જીવન જીવે છે તેમાં સંસારના પદાર્થોની વાતો-વિચારણાઓ કરે, આપ લે કરે, વ્યવહાર ચલાવે પણ તેમાં એકાગ્ર થઇને સ્થિર પરિણામવાળા ન બને. જો તેમાં સ્થિર પરિણામવાળા બને તેને જ્ઞાની ભગવંતો ધ્યાન કહે છે. દા.ત. જેમ ઘરમાં એક દિવસ-બે દિવસ થયા તે ચીજ આવી નથી. શ્રાવક સવારમાં ઉઠીને સામાયિકમાં બેઠા છે. સ્વાધ્યાય કરે છે. શ્રાવિકા રસોડામાં કામ માટે ગયા. જે ચીજ મંગાવી છે તે આવી નથી. માટે શ્રાવકને કહેવા માટે ત્યાં આંટા મારે અને બોલે હજી ચીજ આવી નથી. શ્રાવક સાંભળે અને તે શ્રાવિકા આર્તધ્યાન ન કરે અને પરિણામની સ્થિરતા ન કરે માટે કહે જ્યારે હું તૈયાર થઇને બહાર નીકળે ત્યારે મને યાદ કરાવજો. આટલું કહે ત્યારે શ્રાવિકા એ વિચારથી દૂર થઇ પોતાના કામમાં લાગે. શ્રાવક સ્વાધ્યાય કરે તે વાત મગજમાંથી ભૂલી જાય. પછી શ્રાવક તૈયાર થઇ ઓફીસે જવા માટે નીકળે ત્યારે શ્રાવિકા યાદ કરાવે ત્યારે શ્રાવક ઓફીસે જઇ
નોકરને પૈસા આપી તે ચીજ લાવી ઘરે પહોંચાડવાનું કહે પણ તે વિચારને સ્થિર કરે નહિ. આ રીતે સંસારના દરેક વ્યવહારમાં શ્રાવક જીવન જીવે. એમ કહ્યું છે. જ્યારે આજે તો રામો એમ કહે કે બે દિવસ નથી આવવાનો તો તે સાંજથી તેની માળા જપાય. સવારમાં ઉઠે ત્યારથી આજે રામો નથી મારે એકલાને કામ કરવાનું છે. એમ જણાવી તે વિચારને સ્થિર કરતાં જાય છે અને તે જ વખતે આયુષ્યનો બંધ પડવાનો હોય તો કયું આયુષ્ય બંધાય તે વિચારી લેજો.
માટે જ્ઞાનીઓ કહે છે કે જો સદ્ગતિમાં જવા ભાવના હોય, સદ્ગતિનું આયુષ્ય બાંધવાની વિચારણા હોય તો જે નાશવંતા પદાર્થો ક્ષણભંગુર છે ક્ષણમાં નાશ પામવાવાળા છે અથવા તે પદાર્થોને
Page 90 of 126
Page #91
--------------------------------------------------------------------------
________________
મુકીને આપણે જવાનું છે, તે પદાર્થની આપ લે પુરતી વિચારણાઓ કરી તે વિચારણા છોડી દેવાનો અભ્યાસ કરતા રહીએ. અને તેમાં સ્થિર પરિણામી કે એકાગ્ર ન બનીએ તો જરૂર સદ્ગતિનું આયુષ્ય બાંધી શકાય છે. આ કારણથી નાનપણથી જે પ્રમાણે જીવન જીવવાનો-વિચારોને સ્થિર કરતાં કરતાં જીવવાનો અભ્યાસ પાડેલો છે તે બદલ્યા વગર તેની સ્થિરતા-એકાગ્રતા દૂર કર્યા વગર મળેલી દેવ-ગુરૂ ધર્મની સામગ્રીમાં-પ્રભુ ભક્તિમાં-સાધુ સેવામાં કે ધર્મની ક્રિયાના અનુષ્ઠાનોમાં સ્થિરતા અને અકાગ્રતા પેદા થશે નહિ. અને તે નહિ થાય તો અશુભ ધ્યાન દૂર થશે નહિ. શુભ ધ્યાન આવશે નહિ અને સદ્ગતિનું આયુષ્ય બંધાશે નહિ માટે મળેલી સામગ્રીને સાર્થક કરવા માટે આ અભ્યાસ કરવો ખુબ જરૂરી છે.
ધ્યાન બે પ્રકારે છે.
(૧) અશુભ ધ્યાન (૨) શુભ ધ્યાન
અશુભ ધ્યાનનાં બે પ્રકારો કહલા છે.
(૧) રૌદ્ર ધ્યાન (૨) આર્ત્ત ધ્યાન
રૌદ્ર ધ્યાન - રૌદ્ર એટલે ભયંકર. ભયંકર વિચારણાઓનાં પરિણામોને સ્થિર કરવા તે રૌદ્ર ધ્યાન કહેવાય છે તેના ચાર પ્રકાર છે.
(૧) હિંસાનુબંધિ રૌદ્રધ્યાન. (૨) મૃષાનુબંધિ રૌદ્રધ્યાન. (૩) સ્તેયાનુબંધિ રૌદ્રધ્યાન. (૪) સંરક્ષણાનુબંધિ રૌદ્રધ્યાન.
(૧) હિંસાનુબંધી રૌદ્રધ્યાન :
જ્યારે કોઇ પણ જીવની હિંસા કરવાના- મારવાના વિચારો આવે ત્યારે એ જીવને કઇ રીતે મારવો ? કોઇને ખબર ન પડે એ રીતે મારવા માટે શું કરવું ? કોને કહેવું. જો કોઇ જાણી જાય તો મને પણ મારી નાંખે. આવા વિચારો કરતાં કરતાં જે પોતાના વિશ્વાસુ માણસ હોય તેને વાત જણાવી ખતમ કરવા માટેની વિચારણાને સ્થિર કરતો જાય અને પછી જ્યારે તે વિચારની એકાગ્રતા આવે ત્યારે એ જીવ હિંસા કરે છે. આ જે એકાગ્ર કરવાના પરિણામ-વિચારો તેને જ્ઞાની ભગવંતોએ હિંસાનુબંધિ રૌદ્રધ્યાન કહેલ છે. સામા જીવનું પુણ્ય હોય અને કદાચ તેની હિંસા ન પણ થાય તો પણ આ વિચારોની એકાગ્રતામાં જો આયુષ્યનો બંધ પડે તો નિયમા નરક આયુષ્ય બંધાય છે. એક માત્ર આ પાંચ પચ્ચીશ પચાસ સો વરસની જીંદગીમાં શરીરના રાગે-ધનના લોભે અને કુટુંબ પરિવારના મમત્વના કારણે આવા વિચારો કરી નારકીના દુઃખનું ઓછામાં ઓછું દશ હજાર વરસનું અને વધારેમાં વધારે ત્રણ સાગરોપમનું આયુષ્ય જીવો આ કાળમાં બાંધી શકે છે. એટલે જ જ્ઞાની ભગવંતો મળેલા મનુષ્ય જન્મને સાર્થક કરવા ભલામણ કરે છે. (૨) મૃષાનુબંધિ રૌદ્રધ્યાન :
જુઠ્ઠું બોલવાનો સ્વભાવ પાડવો કે જેથી જુદું એટલે અસત્ય બોલવામાં કાંઇ વાંધો નહિ. આ કાળમાં સુખી થવું હોય તો અસત્ય બોલ્યા વગર ચાલે જ નહિ. જેવો થાય એવા થઇએ તોજ બધાની સાથે રહી શકીએ. આવા વિચારો કરીને અસત્ય બોલવાના વખતમાં તક મળે ત્યારે કેવી રીતે બીજા પાસે અસત્ય બોલાય એની વિચારણાઓ કરતાં કરતાં તેના પરિણામમાં આત્મા એકાગ્ર અને સ્થિર થતો જાય તે મૃષાનુબંધિ રૌદ્રધ્યાન કહેવાય છે.
ગુરૂના પુત્રના બચાવ ખાતર વસુરાજા એકવાર અસત્ય બોલ્યો તો તેમાં નરક આયુષ્ય બાંધીને નરકમાં ગયો. પાઠક પાસે રાજાનો દિકરો વસુ-પાઠકનો પોતાનો દિકરો અને નારદ એમ ત્રણ ભણતાં હતા.
Page 91 of 126
Page #92
--------------------------------------------------------------------------
________________
એકવાર અગાશીમાં પાઠક ત્રણ છોકરા સાથે સૂતેલા તેમાં વિધાધર મનુષ્યો આકાશમાં જતાં હતા. પાઠક જાગતા હતા તેમાં સાંભળ્યું કે આ ત્રણ વિદ્યાર્થીમાંથી બે નરકે જવાના છે અને એક સ્વર્ગે જશે. પાઠકને સાંભળીને ચિંતા થઇ મારા ભણાવેલા વિધાર્થી નરકે જશે ? મારે ભણાવવા નહિ અને આ ત્રણેયની પરિક્ષા. કરવી પછી એક દિવસ લાક્ષા રસના કુકડા ત્રણ બનાવી ત્રણેયને એક એક આપી કહ્યું કે કોઇ ન જુએ ત્યાં જઇ મારી આવો એવી મારી આજ્ઞા છે. તે ત્રણેય કુકડા લઇને જુદી જુદી દિશામાં ગામ બહાર ગયા. તેમાં રાજાના દિકરાએ ચારે બાજુ જોયું. કોઇ ન દેખાવાથી ડોક મરડી નાંખીને મારીને પાછો આવ્યો. પાઠકનો પોતાનો દિકરો પર્વત નામનો તે પણ તે રીતે કરી પાછો આવ્યો ત્યારે પાઠકને લાગ્યું કે જરૂર આ બે નરકે જશે. પણ નારદની રાહ જોવાની હતી તે ગામ બહાર જઇ ગુફામાં જઇ વિચાર કરે છે. તેમાં એને લાગ્યું કે આનો અર્થ એ થાય કે કુકડાને મારવો નહિ એમ જાણીને ઘણા કાળે વિલંબથી પાઠક પાસે કુકડો લઇને આવી પાઠકને પાછો આપ્યો. પછી પાઠકે કહ્યું ત્યારે હકીકત જણાવી. પાઠક સમજી ગયો કે આ સ્વર્ગે જશે. પછી પાઠક ભણાવાનું છોડી સન્યાસ લઇ પોતાના આત્માનું કલ્યાણ કરવા નીકળી પડ્યો તેમાં ઘણાં વર્ષો બાદ વસુ રાજા થયો. પર્વત વિધાર્થીઓને ભણાવે છે અને પોતાની આજીવિકા ચલાવે છે. તેમાં નારદ તો.
તો પર્વતને ત્યાં આવ્યો ત્યાં ભણાવતાં ભણાવતાં પર્વત અજ શબ્દનો અર્થ બકરો કરે છે ત્યારે નારદ કહ્યું કે પાઠકે અજ એટલે ઉગી ન શકે એવું ધાન્ય કહ્યું છે. બકરો કે બોકડો કહ્યો નથી. ત્યારે પર્વત માન્યું નહિ અને વસુરાજા ન્યાયી હોવાથી તેની પાસે ન્યાય લેવા જવાનું નક્કી કર્યું. જે હારે તેની જીભ કાપી લેવી. એ આકરી શરત કરી. પર્વતની માએ પર્વતને કહ્યું નારદ સાચો છે તું ખોટો છે પણ પર્વત માન્યું નહિ. પોતાના પુત્રના જીવિત માટે તે માં સાંજના વસુરાજા પાસે ગઇ, વસુરાજાને હકીકત જણાવી. મારા દીકરાને નુક્શાન ન થાય તેમ કરવા વચન માગ્યું. રાજાએ વચન આપ્યું. સવારે રાજસભામાં બન્નેની વાતની રજુઆત થઇ તેમાં વસુરાજા બોલ્યો કે અજ એટલે બોકડો-બકરો એટલું કહેતા જ વસુરાજા આયુષ્ય બાંધી. નરકે ગયા. આ મૃષાવાદ એટલે અસત્ય બોલવા માટેના વિચારોને સ્થિર કરતાં જીવો આ રીતે નરકનું આયુષ્ય બાંધે છે. (૩) તેયાનુબંધિ રૌદ્રધ્યાન :
તેય = ચોરી. કોઇએ ન આપેલી વસ્તુ તેને જાણ કર્યા વગર ગ્રહણ કરવી તે તેય કહેવાય છે.
પોતાની અનુકૂળતાઓ મેળવવા-ભોગવવા, સાચવવા, ટકાવવા, વધારવા અને ન ચાલી જાય તેની કાળજી રાખવા માટે તથા મારી પાસે છે તેની કોઇને ખબર ન પડે તે માટે પારકી ચીજો પૂછયા વગર લેવી. લઇને છૂપાવવી. અને તેમાં હોંશિયારી માનીને તેના વિચારોમાં એકાગ્ર થયા કરવું અને એજ મનુષ્ય જન્મનું કર્તવ્ય છે એમ માની જીવન જીવવું તે તેયાનુબંધિ રીદ્રધ્યાન કહેવાય છે. આ રોદ્ર ધ્યાનના પરિણામમાં રહેલા જીવોને મૃષા બોલવું હોય તો તેમાં દુ:ખ થતું નથી. તેમજ કોઇ જીવની હિંસા કરવી હોય તો તેમાં જરાય અરેરાટી કે કંપારી થતી નથી. ઉપરથી આનંદ માને કે હાશ સારું થયું. આ રૌદ્રધ્યાનમાં આવા વિચારોથી ઉપરના બે રોદ્ર ધ્યાન પણ પ્રાપ્ત થઇ શકે છે. આ ત્રીજું ગણાય છે. (૪) સંરક્ષણાનુબંધિ રૌદ્રધ્યાન :
પોતાની પાસે જે અનુકૂળ સામગ્રી આવેલી હોય અર્થાત મહેનત કરીને મેળવેલી હોય તેના પ્રત્યે અત્યંત રાગ મમત્વ કરીને તે બગડી ન જાય-કોઇ જોઇ ન જાય એમ વિચારો કરી કરીને તેની રક્ષા કર્યા કરે અને વારંવાર તે પદાર્થને જોઇને આનંદ માનતો માનતો અત્યંત રાગ પેદા કરતો જાય. તે પદાર્થ
Page 92 of 126
Page #93
--------------------------------------------------------------------------
________________
આઘોપાછો થઇ જાય કે મનમાં ઉદ્વેગ થાય-ગ્લાની થાય-શોક પેદા થાય તેના કારણે ખાવા-પીવા આદિની બધી પ્રવૃત્તિઓ બંધ કરીને તેની જ વિચારણા કરતો કરતો એકાગ્ર થતો જાય. આક્રંદ કરે-માથા પછાડે-હાથ અફ્ળાવે. ઇત્યાદિ ચેષ્ટા કરતો કરતો તે પદાર્થનું રક્ષણ કર્યા કરે તે સંરક્ષણાનુબંધિ રૌદ્રધ્યાન ગણાય છે.
આજે પાંચમા આરામાં વર્તમાન કાળમાં જન્મેલા જીવોમાં જે અનુકૂળ સામગ્રીઓ મલતી જાય છે તેમાં મોટાભાગે અત્યંત રાગ અને મમત્વ વધારતાં વધારતાં આ ધ્યાન પેદા થતું જણાય છે. નાનામાં નાનો પદાર્થ હોય અને તે ઘણો જ ગમતો હોય, સારો લાગતો હોય તો તે પદાર્થના રાગે સંરક્ષણાનુબંધિ નામનું રૌદ્રધ્યાન પેદા થતું જણાય છે. અને આ અત્યંત રાગી જીવ તે પદાર્થના રાગે ચોરી-જુઠ અને હિંસાદિ કરવાનો વખત આવે તો તે કાર્ય કરવામાં અચકાતો નથી. પોતાની જેટલી શક્તિ હશે ત્યાં સુધી તે નાશવંત પદાર્થની રક્ષા કરવામાં ખર્ચી નાખશે. અરે ! એનાથી આગળ વધીને તે નાશવંત પદાર્થ માટે પ્રાણ આપવાનો વખત આવે તો પ્રાણ પણ આપવા તૈયાર થઇ જશે. આવા પરિણામમાં જીવો એકાગ્ર થઇને રહેતા હોય તેમાં જો આયુષ્યનો બંધ પડે તો નિયમા નરકનું આયુષ્ય બાંધી શકે છે. આ ચારે પ્રકારના રૌદ્ર ધ્યાનના પરિણામને જાણવા માટે જ્ઞાની ભગવંતોએ તેના લક્ષણો બતાવેલ છે તે ચાર છે તે આ પ્રમાણે.
(૧) ઓસન્ન દોષ :- પ્રવૃત્તિની બહુલતા રૂપ દોષ એટલે તે રૌદ્ર ધ્યાનની પ્રવૃત્તિ જીવો વારંવાર કર્યા જ કરે તેમાં જરાય અરેરાટી કે પાછા ફરવાનું મન ન થાય.
આજે લગભગ જૂઠ બોલતાં કે ચોરો કરતાં સફ્ળતા મલતી દેખાય છે. તેમ તેમ જીવો તે પ્રવૃત્તિથી અટકવાને બદલે વારંવાર વધારે ને વધારે પોતાની શક્તિ મુજબ કરતાં જ જાય છે. અને તે પ્રવૃત્તિઓ વધારે વાર કરવાથી આનંદ પેદા થતાં તે પ્રવૃત્તિમાં ઘૃણા થતી નથી આ રૌદ્રધ્યાનનું લક્ષણ ગણાય છે.
(૨) બહુ દોષ :- હિંસાદિ અનેક પ્રકારે દોષ. અનુકૂળ પદાર્થોની અત્યંત આસક્તિ અને મમત્વના પ્રતાપે જીવોને બીજા જીવોની હિંસા કરતાં તે પ્રવૃત્તિ વારંવાર આચરતાં આનંદ આનંદ પેદા થતો જાય છે. પણ તે હિંસાદિ પ્રવૃત્તિના દોષોથી પાછા ફરવાનું અને તે પ્રવૃત્તિ ઓછી કરતાં કરતાં સદંતર આ હિંસાદિ પ્રવૃત્તિથી છૂટી અહિંસામય જીવન જીવતો થાઉં એવી વિચારણા પેદા થતી નથી.
(૩) અજ્ઞાન દોષ :- જ્ઞાની ભગવંતો કહે છે કે પોતાનું શરીર સારૂં નિરોગી રહે તેની ચિંતા કર્યા કરવી. મળેલા ધન-કુટુંબ પરિવારની ચિંતાઓ વિચારણાઓ કર્યા કરવી અને શક્તિ મુજબ સારી રીતે ભોગવતાં આનંદ માનતા જવા એ જીવનું અનાદિ કાળનું અજ્ઞાન છે.
એ અજ્ઞાનને વધારવા પોષવા અને સ્થિર કરવા માટે મોટા ભાગના જીવો મળેલા મનુષ્ય જન્મને ફોગટ ગુમાવી બેસે છે. તેને ખબર પડતી નથી કે મારે આ જ પ્રવૃત્તિ કર્યા કરવાની. એમાં જ સર્વસ્વ માનવાનું આવી વિચારણા પણ, અજ્ઞાન દોષ પેદા થવા દેતી નથી. અને આથી આ અજ્ઞાન દોષના પ્રતાપે હિંસાદિ પ્રવૃત્તિ કરતાં કરતાં આનંદ માની પોતાનું જીવન જીવતો જાય છે. આ પણ રૌદ્ર ધ્યાનને લાવનારું કહેલું છે.
(૪) આમરણાંત દોષ :- મરણ પર્યંતનો હિંસાદિ દોષ.
પોતાની અને કુટુંબની સુખાકારી રાખવા-જાળવવા માટે જીવનમાં થતી જે જે હિસાઓ છે તે આ જીવન પર્યંત ચાલુ રહે એવી ગોઠવણ કરી તેમાં આનંદ માની અને ગોઠવણ સારી રીતે થઇ શકે તેવો શક્તિ મુજબનો જે પ્રયત્ન કરવો એ પણ રૌદ્ર ધ્યાનને લાવનારૂં લક્ષણ કહેલું છે.
આજે લગભગ વિચારણા કરીએ તો ધર્મમાં દાન આપવાવાળા જીવો પૈસાનો ખર્ચો કર્યા બાદ તે
Page 93 of 126
Page #94
--------------------------------------------------------------------------
________________
પૈસાને મેળવવા અને પહેલાની જેમ સરખાઇ લાવવા માટે જે પ્રમાણે વેપાર-ધંધા કરી તે પૈસા ભેગા કરે છે
તેમાં તે જીવો ધર્મ કરતાં જાય અને હિંસાદિના પાપ વ્યાપારોની પ્રવૃત્તિ પણ સારી રીતે કરતા જાય છે એમ દેખાય છે. તેમાં કોક જ જીવ એવા દેખાય કે ધર્મમાં ખર્ચ્યા પછી હિંસાદિની પ્રવૃત્તિ ઓછી કરી નિવૃત્તિ લઇ પોતાનું જીવન ધર્મમય રીતે જીવતા થાય. આથી આ રૌદ્ર ધ્યાન પેદા કરાવનારી પ્રવૃત્તિ કહેલી છે. માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે ધર્મમાં દાન દેતા દેતા જેટલું દાન દીધેલું હોય તેનાથી અધિક પોતાની પાસે જે ધન રહેલું છે તેનું મમત્વ અને આસક્તિ ઓછી કરવામાં તે દાન સહાયભૂત થાય તો જ તે દાન સદ્ધર્મ રૂપે બનીને રૌદ્રધ્યાનના પરિણામથી બચાવે અને જીવ પુણ્યાનુબંધિ પુણ્ય ઉપાર્જન કરી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ભાવ પેદા કરી મોક્ષનો અભિલાષ પેદા કરી શકે. નહિતર દાન દેવું-હિંસાદિ પાપો કરીને પૈસા મેળવવા અને તે પૈસાની આસક્તિ મમત્વ વધારતા જવું એ તો સંસારમાં રૌદ્રધ્યાનનો પરિણામ પેદા કરવાનો રસ્તો છે અને તેનાથી દુ:ખમય સંસાર વધતો જાય છે.
આ રૌદ્રધ્યાન નરક આયુષ્ય બાંધવાનું કારણ કહેલ છે. તેવી જ રીતે નરક આયુષ્ય બાંધવાના
જ્ઞાની ભગવંતો એ વિશેષ રીતે પંદર કારણો જણાવેલા છે.
(૧) પંચેન્દ્રિય જીવોનો વધ કરતાં એટલે હિંસા કરતાં જીવોને આયુષ્ય બંધાય તો નરકાયુ બંધાય. પૃથ્વીકાય-અકાય-તેઉકાય-વાયુકાય જીવોની હિંસા કરતાં જે પાપ લાગે છે તેના કરતાં નાનામાં નાની વનસ્પતિની હિંસા કરતાં અનંતગણું અધિક પાપ લાગે છે એમ જ્ઞાની ભગવંતોએ કહ્યું છે તેનું કારણ એ જણાય છે કે પૃથ્વીકાયાદિ ચારમાં ચેતના જે રીતે રહેલી છે તેના કરતાં વનસ્પતિમાં ચેતનાનો ઉઘાડ વધારે હોય છે.
તે વનસ્પતિની હિંસા કરતાં નાનામાં નાનાં બેઇન્દ્રિય જીવની હિંસા કરવામાં અસંખ્યાતગણું અધિક પાપ લાગે છે. તેના કરતાં નાનામાં નાના તેઇન્દ્રિય જીવની હિંસા કરવામાં લાખગણું અધિક પાપ લાગે છે તેના કરતાં ચઉરીન્દ્રિય નાનામાં નાના જીવની હિંસા કરવામાં હજારગણું અધિક પાપ લાગે છે અને તેના કરતાં નાનામાં નાના પંચેન્દ્રિય જીવની હિંસા-વધ કરવામાં સો ગણું અધિક પાપ લાગે છે. આથી પંચેન્દ્રિયની હત્યામાં નરકાયુષ્ય બંધાય.
(૨) ઘણાં સાવધ આરંભોની પ્રવૃત્તિ કરતાં. સાવધ = પાપની પ્રવૃત્તિ.
પોતાનું જીવન જેમ બને તેમ ઓછી હિંસાથી જીવાય એવું લક્ષ્ય ગૃહસ્થોએ રાખવાનું હોય છે. પોતાનો નિર્વાહ અને કુટુંબનો નિર્વાહ જેમ બને તેમ ઓછી હિંસા કરતાં કરતાં જીવાય અને નિર્વાહ થતો હોય તો અધિક હિંસાદિ પ્રવૃત્તિનો વિચાર પણ ગૃહસ્થને કરવાનો નિષેધ છે. પણ અનાદિકાળથી જીવ અનાદિ કર્મના સંયોગવાળો છે તેના પ્રતાપે અનુકૂળ પદાર્થોના ગાઢ રાગના કારણે અને પ્રતિકૂળ પદાર્થના ગાઢ દ્વેષના કારણે તે અનુકૂળતા મેળવવા આદિના લોભના કારણે ઘણાં સાવધ આરંભાદિ કરવામાં આંચકો લાગતો નથી અને પોતાની શક્તિ મુજબ તે સાવધ આરંભો વધારતો જ જાય છે અને તેનાથી જીવ નરકમાં જવા લાયક કર્મો ઉપાર્જન કરતો જાય છે. એ સાવધ આરંભોની વિચારણાઓમાં-પ્રવૃત્તિમાં એકાગ્ર થયેલા જીવોને આયુષ્યનો બંધ પડે તો નરક આયુષ્ય બંધાય છે. માટે જ્ઞાનીઓએ તે વર્ષનીય કહેલ છે.
(૩) પરિગ્રહની અતિશય મૂર્છા.
પરિગ્રહમાં-શરીરનો રાગ-મમત્વ-મૂર્છા અને તેની સાથે શરીરને સુખાકારી રાખનારા જે પદાર્થો ધન-આદિ તથા શરીરના રાગે સહાયભૂત થતાં એટલે શરીરના રાગની સુખાકારી જાળવનારા કુટુંબ
Page 94 of 126
Page #95
--------------------------------------------------------------------------
________________
પરિવાર તેમના પ્રત્યેના અત્યંત રાગ મમત્વ-મૂર્છા તે પરિગ્રહ રૂપે ગણાય છે. આ સચેતન એટલે ચેતનવાળા પદાર્થો કે અચેતન ચેતન વગરના પદાર્થો પ્રત્યે અત્યંત રાગ- આસક્તિ અને મૂર્છા જેમ જેમ જીવ કરતો જાય, તેની વિચારણામાં એકાગ્ર થતો જાય તેમ તેમ જો તે વખતે આયુષ્યનો બંધ પડે તો નરક આયુષ્ય બંધાય છે. જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે નિગોદમાં રહેલા જીવો જે એક શરીરમાં એટલે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા શરીરમાં અનંતા જીવો એક સાથે રહે છે એ અંગુલ એટલે એક આંગળીમાં ત્રણ વેઢા હોય છે તેમાં એક વેઢા જેટલો ભાગ તે એક અંગૂલ કહેવાય છે. તેના અસંખ્યાતમા ભાગ જેટલા ભાગમાં અનંતા જીવો એક સાથે રહે છે. તે જીવો અરસ પરસ દુઃખની વેદના વેઠતા વેઠતા તે પોતાને એટલા મળેલા શરીરનું મમત્વ કરતાં રહે છે અને એ મમત્વ બુધ્ધિના પ્રતાપે નિગોદનું આયુષ્ય બાંધી ફરીથી ત્યાં ઉત્પન્ન થયા કરે છે, એમ એટલા પરિગ્રહની મૂર્છા અને મમત્વથી સંખ્યાતો કાળ, અસંખ્યાતો કાળ કે અનંતો કાળ એ જ સ્થાનમાં એટલે નિગોદમાં ઉત્પન્ન થવા લાયક કર્મનો અનુબંધ કરતાં કરતાં ભટક્યા કરે છે.
તો પછી પંચેન્દ્રિય જીવોને મળેલા શરીર આદિ સામગ્રી પ્રત્યે ખાસ મમત્વ ભાવ કરતો જાય-વધારતો જાય તો તેની શું દશા થાય એ ખાસ વિચારવા જેવું છે.
(૪) ક્રૂરતાને ધારણ કરવી.
જેમ જેમ જીવને શરીરાદિ પદાર્થોનું મમત્વ વધતું જાય તેમ તેમ જીવોનાં પરિણામ પણ ર = ઘાતકી થતાં જાય છે. તે ક્રૂર પરિણામના કારણે અંતરમાંથી કુણો પરિણામ-દયાનો પરિણામ નાશ પામતો જાય છે અને આત્માના પરિણામ-દયા રહિત નિષ્ઠુર બનતાં બનતાં ક્રુર બનતાં જાય છે. તે ક્રૂર પરિણામની એકાગ્રતાથી પણ જીવો નરક આયુષ્યનો બંધ કરી શકે છે.
(૫) માંસ - ખાતા
આવા ક્રુર પરિણામી જીવોને પોતાનું જીવન જીવવા માટે જે ખોરાક પોતાની જીભને સારો લાગે તે ખાવામાં આનંદ આવે પણ દુ:ખ થાય નહિ. આથી માંસ આદિ ભક્ષણ કરતાં સાથે વ્યસનોનું સારી રીતે સેવન કરતાં અંતરમાં આનંદ પેદા થતો જાય અને એ એકાગ્રતાથી જીવ નરકમાં જવા માટેનું રીઝર્વેશન કરતો જાય છે.
(૬) રૌદ્ર ધ્યાન કરતાં
આગળ રૌદ્ર ધ્યાનનું સ્વરૂપ કહી ગયા તેવા વિચારોમાં સ્થિર રહેતા રહેતા જીવો નરક આયુષ્ય બાંધે છે.
(૭) વૈર બુધ્ધિના સ્થિર પરિણામ વાળો
પોતાની અનુકૂળ સામગ્રી મળવા મેળવવા આદિમાં જે જીવો અંતરાય કરે તે જીવો પ્રત્યે વૈર બુધ્ધિ પેદા કરતો જાય અને દુશ્મનાવટ વધારતો જાય. તે દુશ્મનાવટના પરિણામ અને વૈર બુધ્ધિનાં પરિણામ આખી જીંદગી સાચવીને તેની સાથે વ્યવહાર પણ છોડી દે. ઉપરથી વ્યવહાર છોડી દીધા પછી તે કેમ વધારે ને વધારે દુઃખી થયા કરે તેવો પ્રયત્ન કરતો જાય અને તે જીવોને વધારે દુઃખી તરીકે સાંભળે તો અંતરમાં આનંદ પામતો જાય આથી વૈર બુધ્ધિ પોતાની સ્થિર કરતો જાય છે. આવી સ્થિરતાના પરિણામમાં પણ જીવો આયુષ્યનો બંધ કરે તો નરકાયુ બાંધે છે.
(૮) અનંતાનુબંધિ અનંતાનુબંધિ કષાયમાં વર્તતો.
સામાન્ય રીતે પહેલા અને બીજા ગુણસ્થાનકે જીવોને અનંતાનુબંધિ કષાય રહેલા હોય છે તેના
Page 95 of 126
Page #96
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની ભગવંતોએ ચાર ભેદ કહેલા છે.
(૧) અનંતાનુબંધિ અનંતાનુબંધિ (૨) અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય (૩) અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીયા (૪) અનંતાનુબંધિ સંજવલન કષાય
આ ચારમાંથી મનુષ્ય અને તિર્યંચના જીવો જ્યારે પહેલા અનંતાનુબંધિ અનંતાનુબંધિ કષાયમાં વિધમાન હોય ત્યારે આયુષ્ય બાંધે તો નરકનું આયુષ્ય બાંધે છે. માટે આ કષાય ન આવે તેની સતત કાળજી રાખવી.
(૯) કૃષ્ણ લેશ્યા.
જગતમાં જેમ ગ્રહણ કરવા લાયક પુદ્ગલોની વર્ગણાઓ અનંતી અનંતી રહેલી છે તેમ આ કૃષ્ણા લેશ્યાના પુગલોની પણ અનંતી અવંતી વર્ગણાઓ રહેલી છે. આત્મા જે પુદગલો વડ લેપાય તે વેશ્યા કહેવાય છે. આ પુદ્ગલો જુદા જુદા વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ આદિના કારણે છ પ્રકારનાં હોય છે.
તેમાં અત્યંત ખરાબ વર્ણાદિવાળા જે પુદ્ગલો આત્માની સાથે એકમેક થાય ત્યારે તે પુદ્ગલો કૃષ્ણ લેશ્યાવાળા કહેવાય છે. એટલે ગણાય છે.
આ પુદ્ગલો આત્માની સાથે અકમેક થતાં વિચારોનું પરિવર્તન કરી નાખે છે. માટે તે પુદ્ગલોની અસરથી વિચારો જીવના કેવા પ્રકારના થાય છે તે જણાવે છે. ખર = કર્કશ પરિણામ બને. કોઇપણ વિચારોમાં સ્થિરતા ન આવે અને સારા વિચારોને નષ્ટ કરે ઝઘડા એટલે કજીયો કરવાવાળા વિચારો થાય.
પુરૂષ એટલે કઠોર વિચાર બને. અતિ ચંડ - અત્યંત ક્રોધી સ્વભાવવાળા વિચારો.
દુર્મુખ = સારા વિચારોથી રહિત માઠા મુખવાળો એટલે અતિશય વેર બુદ્ધિને ધારણ કરવાના સ્વભાવવાળો અંતરમાં કરૂણા એટલે દયા વિનાનો. અત્યંત અભિમાની બીજાની હત્યા કરનારો, બીજાના વિચારોને તોડી નાખનારો તેમજ આચારથી ભ્રષ્ટ થયેલો હોય છે.
આમાંના કોઇ લક્ષણના વિચારો અંતરમાં ચાલતા હોય તો સમજવું કે કૃષ્ણ લેશ્યાના વિચારો ચાલે છે. આ કૃષ્ણ લેશ્યાના અસંખ્યાતા ભેદો થાય છે. જઘન્ય પરિણામવાળી કૃષ્ણ લેશ્યા-મધ્યય પરિણામવાળી કૃષ્ણ લેશ્યા અને ઉત્કૃષ્ટ પરિણામવાળી કૃષ્ણ વેશ્યા એમ ત્રણ ભેદો પડે છે. જઘન્ય પરિણામવાળી કૃષ્ણ લેશ્યા છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. જ્યારે જીવો સમકીત ગુણની પ્રાપ્તિ કરતાં હોય છે ત્યારે શુભલેશ્યા જ હોય છે. પણ સમકીત આદિ ગુણપ્રાપ્તિ પછી અશુભ લેશ્યાના પરિણામો પ્રાપ્ત થઇ શકે છે. માટે છઠ્ઠા ગુણસ્થાનક સુધી કહેલી છે.
નરક ગતિ - નરક આયુષ્યનો બંધ ઉત્કૃષ્ટ પરિણામવાળી કૃષ્ણ લેશ્યાના વિચારોમાં થાય છે. (૧૦) નીલ ગ્લેશ્યા.
આ લેશ્યાના પુદ્ગલો પણ જગતમાં જેમ ગ્રહણ કરવા લાયક વર્ગણાઓનાં પગલો હોય છે તેમ સ્વતંત્ર આ નીલ ગ્લેશ્યાના પુગલો પણ છે. તે પુદ્ગલોના વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ તેને અનુરૂપ હોય છે અને તે આત્માની સાથે જ્યારે એકમેક થાય છે ત્યારે તે જીવોના વિચારો તે પુદ્ગલ રૂપે પેદા થાય છે. આ લેશ્યાના અધ્યવસાયો એટલે પરિણામો અસંખ્યાતા હોય છે તેને ઓળખવા માટે જ્ઞાની ભગવંતોએ ત્રણ ભેદ પાડેલા છે. જઘન્ય પરિણામવાળા. મધ્યમ પરિણામવાળા અને ઉત્કૃષ્ટ પરિણામવાળા નીલ ગ્લેશ્યાના પગલા
Page 96 of 126
Page #97
--------------------------------------------------------------------------
________________
હોય છે. આ લેશ્યા પણ છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. તે જઘન્ય પરિણામવાળા નીલ લેશ્યાના પુદ્ગલો વાળી નીલ લેશ્યા હોય છે. નરક આયુષ્યનો બંધ ઉત્કૃષ્ટ પરિણામવાળા નીલ લેશ્યાના પુદ્ગલોમાં બંધાય છે. જ્યારે જીવોને નીલ લેશ્યાનો પરિણામ ચાલતો હોય ત્યારે તે જીવોનાં પરિણામ અથવા વિચારો આ
પ્રમાણે ચાલતા હોય છે.
૧. માયા કપટ કરવામાં કુશળ હોય છે.
૨. લાંચ રૂશ્વત કરવામાં તથા લાંચ ખાવામાં સારી રીતે હોંશિયાર હોય છે.
૩. અસત્ય બોલવામાં ખુબ પ્રવીણ હોય છે. માટે આજે દુનિયામાં જેનો દિકરો વેપાર ધંધામાં અસત્યાદિ બોલવામાં હોંશિયાર બન્યો હોય અને તેમાં આગળ વધતો હોય તો લોક કહે છે કે તમારો દિકરો ઘણો હોંશિયાર પાક્યો. હોંશિયાર થઇ ગયો.
૪. વિષયનો પ્રેમી એટલે પાંચે ઇન્દ્રિયના અનુકૂળ વિષયોમાં આસક્તિ ધરાવનારો હોય છે. ૫. અસ્થિર હૃદયવાળો એટલે કે સારા કાર્યોને વિષે મનની સ્થિરતા વગરનો ધાર્યું કરનારો ધર્મ બુધ્ધિમાં અસ્થિરતાના સ્વભાવવાળો.
૬. આળસુ જેને દુનિયામાં એદિ કહેવાય તેવો કોઇપણ કામ કરવામાં બીજો કરી લેતો હોય તો પોતે બેસીને જોનારો પણ પોતે ઉઠીને કરવાની વૃત્તિવાળો નહિ. એવા સ્વભાવવાળો.
૭. મંદમતિ વાળો. ધર્મની બાબતમાં પોતાની બુધ્ધિ લગાડવાની ભાવના વિનાનો સંસારના અનુકૂળ પદાર્થો મેળવવા આદિમાં મતિને જોડનારો.
૮. કાયર અને અભિમાની. અંતરમાં કાયરતા રાખનારો અને બહાર ગર્વથી નારો આવા પ્રકારના વિચારો આ લેશ્યાવાળા જીવોને હોય છે તેમાં આયુષ્યનો બંધ પડે તો નરક આયુષ્ય ઉત્કૃષ્ટ
લેશ્યામાં બાંધી શકે છે.
૧૧. કાપોત લેશ્યા
આ લેશ્યાના પુદ્ગલો જગતમાં સ્વતંત્ર રીતે રહેલા છે તે પુદ્ગલોનાં તેના નામ પ્રમાણે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ રહેલા હોય છે. જેમ ગ્રહણ યોગ્ય પુદ્ગલોની વર્ગણાઓ જગતમાં હોય છે તેમ જગતના સર્વ આકાશ પ્રદેશ ઉપર પણ આ લેશ્યાના પુદ્ગલો અનંતા અનંતા ઠાંસી ઠાંસીને રહેલા હોય છે.
આ કાપોત લેશ્યાના પુદ્ગલો આત્માની સાથે એકમેક થાય છે ત્યારે આત્માના પરિણામમાં એટલે વિચારોમાં ફેરફાર કરે છે તેના અસંખ્યાતા ભેદો થાય છે. તેમાં મુખ્યત્વે ત્રણ ભેદો કહેલા છે. જઘન્ય કાપોત લેશ્યા-મધ્યમ કાપોત લેશ્યા અને ઉત્કૃષ્ટ કાપોત લેશ્યાના પરિણામો એમ ત્રણ ભેદ હોય છે.
આ લેશ્યા પણ છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. તેમાં છઠ્ઠા ગુણસ્થાનકે જઘન્ય પરિણામ અને મધ્યમ પરિણામવાળી કાપોત લેશ્યા હોય છે. આ કાપોત લેશ્યાના પુદ્ગલોથી આત્માના વિચારો કયા કયા બને છે. તે આ પ્રમાણે.
૧. આરંભ સમારંભમાં આસક્ત હોય છે. એટલે કે ગમે તેવા વ્યાપારાદિ કરવા હોય તો તેમાં પ્રવીણ
હોય.
૨. પાપના કાર્યો કરતો જાય અને તેમાં પાપ નથી એમ માનનારો એટલે કે સાવધ વ્યાપારાદિ કરતો જાય અને બોલતો જાય કે સંસારમાં બેઠા છીએ. ઘર આદિ લઇને બેઠા છીં એ બધુ ચલાવવા માટે વ્યવહારમાં સારી રીતે ઉભા રહેવા માટે આ બધા પાપો કરીએ તે પાપ કહેવાય નહિ. સંસાર આખો ય પાપથી ચાલે છે. માટે આ પાપ કરીએ તે પાપ કહેવાય નહિ. આવી માન્યતા રાખીને પાપ વ્યાપારોને
Page 97 of 126
Page #98
--------------------------------------------------------------------------
________________
ખેડનારો (ચલાવનારો).
3. લાભ અને નુક્શાનનો વિચાર કર્યા વિનાનો કોઇપણ જાતનો લાભ કે નુક્શાન આદિનો વિચાર કરે નહિ. જેમ ફાવે તેમ વ્યાપારાદિ પાપ કર્યા જ કરે.
૪. વાત વાતમાં ગુસ્સે થઇ જનારો નિમિત્ત મલતાની સાથે ગુસ્સો કરનારો અને બીજાને પણ ગુસ્સો પેદા કરાવનારો હોય.
૫. શોક આદિને ધરનારો એટલે કે વાત વાતમાં જેમ ગુસ્સો કરે તેમ વાત વાતમાં શોક પેદા કરી અનેકને શોકમાં નાખનારો.
૬. બીજાઓની નિંદા કરનારો. પોતાના કહ્યા મુજબ જે ન રહે તેની નિંદા કરનારો પોતાનાથી જે અધિક હોય તેને જોઇ નહિ શકનારો અને તેઓની નિંદા કરનારો હોય છે.
૭. પોતાની બડાઇ કરનારો. ગમે તે વાતમાં એકબીજાની સાથે વાત કરતાં પોતાના ગુણો બોલીને બડાઇ હાંકનારો આના કારણે બીજાને હલકા પાડનારો હોય છે.
૮. યુધ્ધમાં ભયંકર. જ્યારે જ્યારે નિમિત્ત મળે કે ઝઘડા વગેરે કરવાના હોય અથવા કોઇની સાથે લડવાનું હોય તો આ વેશ્યાવાળા જીવોને તરત જ ભયંકર પરિણામ પેદા થતાં ઝઘડા વગેરે કરનારો.
૯. અને સદા માટે દુ:ખિત હૃદયવાળો એટલે કે બીજાનું ન જોઇ શકતા પોતાના આત્મામાં સદા માટે બળતરા કરી કરીને દુ:ખી થનારો હોય છે. આ કાપોત લેશ્યાના ઉત્કૃષ્ટ પરિણામોમાં કે મધ્યમ પરિણામોમાં જીવ આયુષ્યનો બંધ કરે તો નરકાયુષ્ય બાંધી શકે છે.
નરકાયુ બાંધવાના કારણોમાં (૧૨) અસત્ય બોલનારો (૧૩) ચોરી કરનારો (૧૪) ભોગના સાધનોને વારંવાર સેવનારો અને (૧૫) ઇન્દ્રિયોને પરવશ થઇને ઘણા પ્રકારના પાપોનું આચરણ કરનારો.
આવા જીવો નરક આયુષ્ય બાંધી શકે છે. તેવી જ રીતે રાત્રિ ભોજન કરનારો. અભક્ષનું ભક્ષણ કરનારો પણ નરક આયુષ્ય બાંધી શકે છે.
આ = આત્માને પીડા કરાવે એવા વિચારની સ્થિરતા તે આર્તધ્યાન કહેવાય છે.
રીદ્ર = ભયંકર. જે તે ચીજ ગમે તેમ કરીને મારે મેળવવી જ છે એવા વિચારની સ્થિરતા એ રીદ્રધ્યાન કહેવાય છે.
દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરનારો આર્ત કે રીદ્ર ધ્યાનનાં વિચારમાં રહે ખરો ? ભોગવવાની ઇચ્છા તેય પીડા. સુખ ભોગવવામાંયે દુઃખ અને સુખ મેળવવામાંયે દુઃખ છે. શરીર થાકી જાય. ગમે તેટલી સારી ચીજ હોય તો આખો દિવસ ખાખા કરો ખરા ? અભાવ થયા વગર રહે નહિ. અગવડતા ઉભી કરીને વેઠશો તોજ સંસાર સાગર તરાશે. આપણે તરવું હશે તો સાવધ રહેવું પડશે.
સુખ મળે પુણ્યથી-ભોગવાય પુણ્યથી. મેળવવાનો પુરૂષાર્થ તે પાપ-ભોગવવાની ઇચ્છા એ પાપના ઉદયથી. જેમ જેમ ભોગવો છો તેમ તેમ બાંધેલું પુણ્ય ખતમ થતું જાય છે અને ઇચ્છાઓ કરી કરીને નવું પાપ બાંધતા જાવ છો. આમ પુણ્યનું બેલેન્સ સાફ થતું જાય છે અને પાપનું બેલેન્સ વધતું જાય છે.
પૈસો મેળવવાની ઇચ્છા એ પાપનો ઉદય કહેવાય છે. મળતો પૈસો લેવાની ઇચ્છા એ આર્તધ્યાન કહેવાય છે. ભવિષ્યમાં કામ લાગશે એવી વિચારણા કરીને ગલ્લામાંથી બેંકમાં મુકવાની ઇચ્છા એ
Page 98 of 126
Page #99
--------------------------------------------------------------------------
________________
રીદ્રધ્યાન કહેવાય છે. ઉપયોગ કરવાની વૃત્તિથી આવતો પૈસો લેવાની ઇચ્છા એ આર્તધ્યાન કહેવાય.
સુકૃત કરવા માટે પૈસાનો સંગહ કરવો તે સકામ નિર્જરા કરાવે બાકી લાખ્ખો રૂપિયા ધર્મમાં ખર્ચે પણ બાકી રહેલા ધન પ્રત્યે મમત્વ બુધ્ધિ ઓછી ન થાય તો ખરચવામાં અકામ નિર્જરા થાય છે. મમત્વ ઘટાડીને ખર્ચે અથવા મમત્વ ઘટાડવાના હેતુથી ખર્ચે તો સકામ નિર્જરા થાય.
પહેલા ગુણસ્થાનકે રોદ્રધ્યાનનાં પરિણામ નરકાયુષ્યનો બંધ કરી શકે એવી યોગ્યતાવાળું હોય છે જ્યારે બીજાથી પાંચમાં ગુણસ્થાનકે રોદ્ર ધ્યાન પેદા થાય તે આયુષ્ય અને ગતિબંધની યોગ્યતા વગરનું એટલે નરક ગતિનો બંધ પણ ન કરાવે એવું હોય છે.
જ્યારે પહેલા અને બીજા ગુણસ્થાનકે જે આર્તધ્યાન હોય છે તે તિર્યંચાયુ અને તિર્યંચગતિના બંધની યોગ્યતાવાળું હોય છે જ્યારે ત્રીજાથી છઠ્ઠા ગુણસ્થાનક સુધીમાં જે આર્તધ્યાન હોય છે તે તિર્યંચાયુ કે તિર્યંચગતિ બંધાવી શકતું નથી એવું હોય છે.
ભગવાન મહાવીરનો આત્મા સાતમી નારકીમાં મિથ્યાત્વ લઇને ઉત્પન્ન થયો અને એક અંતર્મુહૂર્તમાં પર્યાપ્ત થતાની સાથે જ વિચારણામાં ચયો કે એવા મેં કેવા પાપ કર્યા કે જેના પ્રતાપે મારે અહીં આવવું પડ્યું આ વિચારણા કરતાં ઓહાપોહ થતાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થઇ અને તેત્રીશ સાગરોપમ સુધી સમ્યક્ત્વ ટકાવ્યું છેલ્લું આયુષ્ય બાંધતી વખતે સમકીત ગયું. નામકર્મના - ૩૪ ભેદો હોય છે.
(૧) નરકગતિ (૨) તિર્યંચગતિ (૩) એકેન્દ્રિય જાતિ (૪) બેઇન્દ્રિય જાતિ (૫) તેઇન્દ્રિય જાતિ (૬) ચઉરીન્દ્રિય જાતિ (૭) રુષભનારાચ સંઘયણ (૮) નારાય સંઘયણ (૯) અર્ધનારાય સંઘયણ (૧૦) કિલીકા સંઘયણ (૧૧) છેવટું સંઘયણ (૧૨) ન્યગ્રોધ સંસ્થાન (૧૩) સાદિ સંસ્થાન (૧૪) કુજ સંસ્થાના (૧૫) વામન સંસ્થાન (૧૬) હંડક સંસ્થાન (૧૭) અશુભ વર્ણ (૧૮) અશુભ ગંધ (૧૯) અશુભ રસ (૨૦) અશુભ સ્પર્શ (૨૧) અશુભ વિહાયોગતિ (૨૨) નરકાનુપૂર્વી (૨૩) તિર્યંચાનુપૂર્વી (૨૪) ઉપઘાત (૨૫) સ્થાવર (૨૬) સૂક્ષ્મ (૨૭) અપર્યાપ્ત (૨૮) સાધારણ (૨૯) અસ્થિર (૩૦) અશુભ (૩૧) દુર્લગ (૩૨) દુસ્વર (૩૩) અનાદેય અને (૩૪) અયશ નામકર્મ.
અશુભ નામકર્મને બાંધવાના જ્ઞાની ભગવંતોએ ૬૭ કારણો જણાવેલ છે. જગતમાં રહેલા જીવો રોજીદું પોતાનું જીવન જીવતાં જેવા જેવા વિચારો મનથી વિચારે છે જેવા જેવા વચનો મુખથી બોલે છે અને જેવી જેવી પ્રવૃત્તિઓ કાયાથી આચરે છે તેના જ લગભગ અશુભ નામ કર્મ બાંધવા માટેના ૬૭ ભેદો થાય છે તે આ પ્રમાણે.
(૧) મનમાં વક્રતા રાખવી એટલે મનના વિચારોનું મેલાપણું રાખીને વિચારો કર્યા કરવા તે. આનાથી પણ જીવ પોતે અશુભ નામકર્મની પ્રકૃતિઓ બાંધ્યા કરે.
(૨) વક્ર વચન બોલે. એટલે કે માયાવીપણાના વચનો બોલવા અથવા બોલવામાં વક્રતા જણાયા જ કરે છે. બીજાને ફ્સાવવાના વચનો વગેરે બોલવા તે.
(૩) ઉપરથી દેખાવમાં સારો દેખાવ કરે કુશળપણું જણાવે અને કાયા વડે કુટિલ એટલે ખરાબ ક્રિયા કરે તે.
(૪) બીજાને છેતરે એટલે સ્વજનને-મિત્રને-માલિકને અને જે ભોળા સરળ માનવો પોતાના ઉપર વિશ્વાસ રાખે તે દરેકને પોતાની શક્તિ મુજબ છેતરવા તે.
(૫) માયા પ્રયોગો સાથે. એટલે કે મંત્ર તંત્રાદિથી માયા કપટ વગેરે કેમ કરવા તેમાં પાવરધા થઇને
Page 99 of 126
Page #100
--------------------------------------------------------------------------
________________
બીજાને કેમ સારી રીતે છેતરવા તે માટે માયા કપટના પ્રયોગો કરે તે.
(૬) અંતરમાં મિથ્યાત્વ રાખે. બહાર દેખાવ સારો રાખીને અંતરમાં મિથ્યાત્વની પુષ્ટિ કરવી તે. (૭) ચાડિયાપણું કરે = બીજાની વાત મીઠું-મરચું ભભરાવી એવી રીતે બીજાને કહે કે જેના પ્રતાપે
તે સાચી વાત બીજા પાસે ઉઘાડી પાડી દેવી તે.
(૮) ચિત્તની ચપળતા રાખવી. અનુકૂળ પદાર્થના અત્યંત રાગના કારણે અને પ્રતિકૂળતા વેઠવાની શક્તિ હીન થયેલી હોય તેના પ્રતાપે ચિત્તની ચપળતા રાખી જીવે તે.
(૯) નોટ, સિક્કા, રૂપિયા તથા વ્યાપાર આદિમાં માલ વગેરે ઉપર જે છાપ અને મ્હોર જોઇએ તે બનાવટી બનાવી એટલે માલ બીજી કંપનીનો હોય અને સિક્કો કે છાપ બીજી કંપનીનો છાપી અધિક પૈસા કમાવવાનો પ્રયત્ન કરવો તે.
(૧૦) ખોટી સાક્ષી પૂરે એટલે કે ખોટી સાક્ષી દેવામાં પાવરધો હોય.
(૧૧) વસ્તુના વર્ણાદિ બદલી સાચી તરીકે દેખાડી વેચે એટલે વાસ્તવિક રીતિએ જે પદાર્થનો જે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શાદિ હોય તેને બદલીને ભેળસેળ કરી નવા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ પેદા કરી ખોટા માલને સાચા તરીકે કહીને ગ્રાહકોને વેચે તે.
(૧૨) બીજાને ભૂલ થાપ ખવડાવી-અથવા માનપાન આપી અથવા લાભ દેખાડીને અનાજ કરીયાણા આદિમાં ભેળસેળ કરી માલ વેચવો તે.
(૧૩) બીજા જીવોનાં અંગ એટલે હાથ, પગ, નાક, કાન વગેરે કાપવા તે.
(૧૪) બીજા જીવોના અંગ ઉપાંગાદિ હાથ, પગ, નાક, કાન વગેરે કપાવવા તે.
(૧૫) નિર્દયપણે સાવધ એવા પાંજરા બનાવવા.
(૧૬) નિર્દયપણે સાવધ વ્યાપાર માટેનાં યંત્રો બનાવવા તે.
(૧૭) ત્રાજવા એટલે કાંટા બનાવવા.
(૧૮) તોલા બનાવવા વેચવા.
(૧૯) માપ વગેરે ખોટા બનાવવા લેવા દેવામાં જુદાઇ કરવી તે. (૨૦) બીજા જીવોની નિંદા કરવી તે.
(૨૧) પોતાનું જીવન જીવવા માટે બીજા જીવોની હિંસા કરવી. (૨૨) અસત્ય બોલવું.
(૨૩) ચારી કરવી.
(૨૪) આરંભ-સમારંભ કરવો.
(૨૫) પરિગ્રહ વધારવો, મેળવવો, સાચવવો, ટકાવવો તે. (૨૬) વિષયોની ચેષ્ટાઓ કરવી.
(૨૭) બીજાના અંતરમાં ખેદ થાય તેવા વચનો બોલવાથી.
(૨૮) હલકાં નઠારાં વચનો-શબ્દો બોલવાથી.
(૨૯) અનેક પ્રકારની વેષભૂષા કરે. પહેરે, રે ત.
(૩૦ થી ૩૭) આઠ પ્રકારના મદને ધારણ કરે એટલે કે તે આઠે પ્રકારના મદમાંથી જ્યારે જે મદ કરવા જેવો લાગે તે મદ કરવો તે.
(૩૮) ચોટ કરે.
Page 100 of 126
Page #101
--------------------------------------------------------------------------
________________
(૩૯) કામણ ટુમન કરે.
(૪૦) નકામો બકવાટ કર્યા કરવાથી.
(૪૧) ક્રોધની ઉદીરણા થાય એવા વચનો બોલવાથી.
(૪૨) કોઇના સૌભાગ્યનો ઉપઘાત એટલે નાશ કરવાથી.
(૪૩) ત્યાગને લજવવાથી એટલે ત્યાગીપણાની નિંદા થાય તેવા કાર્યો કરવાથી.
(૪૪) વેશ્યા આદિકને પોતાની ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે જે માગે તે આપવાથી. (૪૫) કૌતુક પેદા થાય તેવી પ્રવૃત્તિઓ કરવાથી.
(૪૬ થી ૬૦) પંદર કર્માદાનનાં વ્યાપારો કરવાથી તેમાંથી કોઇપણ એકાદિનો પણ વ્યાપાર
કરવાથી.
(૬૧ થી ૬૪) ચારે પ્રકારના કષાયોનું સેવન કરવાથી.
(૬૫) દેવાદિના મિષથી ગંધાદિ એટલે સુગંધિ આદિ પદાર્થોની ચોરી કરવાથી.
(૬૬) વનમાં દાવાનળ સળગાવવાથી.
(૬૭) ચૈત્યાદિનો વિનાશ કરવાથી.
આમાંના કોઇપણ કારણોથી જીવો અશુભ કર્મનો એટલે અશુભ નામકર્મનો બંધ કરે છે.
(૧) નરક ગતિ :- જે સ્થાનને વિષે મોટેભાગે અશુભ પુદ્ગલોનો જ અનુભવ થયા કરે તેના વિષે ઉત્પન્ન થવું તે નરકગતિ નામકર્મ કહેવાય છે. આ નરકગતિ અધોલોકમાં આવેલી છે જીવ જ્યારે રૌદ્રધ્યાનનાં પરિણામમાં વિશેષ હોય ત્યારે આ ગતિ બંધાય છે. સંગ્રહ કરવાની વૃત્તિથી રૌદ્રધ્યાન પેદા
થાય છે.
નરકગતિને વિષે મળેલું વૈક્રીય શરીર જે છે એનાથી વિશેષ સારૂં શરીર બનાવવા માટે પુદ્ગલો લેતો જાય અને પ્રયત્ન કરતો જાય તેમ તેમ અશુભજ શરીર બનતું જાય છે. આવતી કાલનો વિચાર ન કરે તે વ્યવહારથી મુર્ખ કહેવાય પણ જ્ઞાનીની દ્રષ્ટિથી બુધ્ધિશાળી કહેવાય. બધુ નસીબ પર છોડી દેવાનું, વર્તમાનનો વિચાર કરવાનો, ભગવાન પરની શ્રધ્ધા ન હોય તોજ આવતી કાલની ચિંતા થાય. બાકી જે ભગવાનની ભક્તિ શ્રધ્ધાથી કરે તેને વિશ્વાસ તો હોય જ કે મારો ભગવાન મને ભૂખ્યો રાખવાનો નથી ગમે ત્યાંથી લાવી આપશે.
મહાપુરૂષો કહે છે કે પુણ્ય હોય તો અઢળક સંપત્તિ હોય-આવજા કરતી હોય પણ જો મૂર્છા કે મમત્વ ન હોય તો તે રાખનાર પરિગ્રહધારી ન કહેવાય બાકી નાનામાં નાની ચીજ રાખે અને મૂર્છા કે મમત્વ હોય તો તે પરિગ્રહધારી કહેવાય છે.
શાંતિથી જીવન જીવવું હોય તો વિરાગ જોઇએ જ. રાગી જીવો શાંતિથી જીવન જીવી શકતા જ નથી. સામગ્રી ગમે તેટલી સાથે હોવા છતાં વિરાગીનું જીવન એ સામગ્રીમાં નિર્લેપ જ હોય છે. રાગાદિને સંયમીત કરીને એ જીવતા હોય છે. ભગવાન પ્રત્યેની શ્રધ્ધા એ જીવોને પાકી હોય છે માટે કાલની ચિંતા હોતી નથી. પહેલા ગુણ સ્થાનક રહેલો ઉંબર રાણો કાલની ચિંતા કરતો નથી. સાતસો કોઢીયાઓની સાથે રહે છે છતાં તેઓને ખવડાવવાની જરાય ચિંતા નથી તેનું નામ પુણ્ય ઉપરની અડગ શ્રધ્ધા. અહીંથી ગયા પછી આવી સામગ્રીનાં પણ દર્શન થવાના નથી. માટે જે વિચારોથી ભોગવો છો તેના કરતાં સારા વિચારોથી જીવા તો કાંઇક આનાથી સારૂં મલશે.
તીર્થંકરના આત્માઓને નરકગતિમાં મોટાભાગે શુભ પુદ્ગલોનો આહાર હોય છે. ત્યાંથી નીકળીને
Page 101 of 126
Page #102
--------------------------------------------------------------------------
________________
તીર્થંકર થવાવાળા વર્તમાનમાં નરકગતિમાં અસંખ્યાતા આત્માઓ વિધમાન છે. જિનનામ નિકાચીત કરીને ગયેલા ત્યાં અસંખ્યાતા અત્યારે પણ છે. નરકગતિ પહેલા ગુણસ્થાનક સુધી જ બંધાય છે અને ચાર ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે.
તિર્યંચગતિ - જીવને તિર્યંચપણા રૂપે ગતિ પેદા કરાવે તે તિર્યંચગતિ નામકર્મ કહેવાય. તિર્યંચો હંમેશા તેઢાં ચાલે, તીરછું જોઇને ચાલે તેઓ સીધા ચાલે જ નહિ માટે તેમની ગતિ પણ વાંકી જ હોય છે. તેવી ગતિમાં જીવને લઇ જાય તે તિર્યંચગતિ નામકર્મ કહેવાય. તિર્યંચોની સંખ્યા અસંખ્યાતી હોય છે. આર્તધ્યાનથી આ ગતિ બંધાય છે. પહેલે બીજે બંધાય અને પાંચમા સુધી ઉદયમાં હોય છે.
જીવનમાં દેશવિરતિનું પાલન કરીને જીવનારા અસંખ્યાતા તિર્યંચો અત્યારે પણ વિદ્યમાન છે. જાતિ સ્મરણ જ્ઞાનથી પોતાનો પૂર્વભવ જાણી પાપનો પશ્ચાતપ કરીને પોતાની શક્તિ મુજબ વ્રત નિયમનું પાલન કરી રહ્યા છે.
અકર્મ ભૂમિના ક્ષેત્રોમાં અને અંતરદ્વીપના ક્ષેત્રોમાં જન્મેલા તિર્યંચોને પાંચમા ગુણસ્થાનકનો પરિણામ આવે નહિ. તિર્ધ્યાલોકમાં અસંખ્યાતા તિર્યંચો છે.
પુણ્યથી મલતી સામગ્રીમાં જીવન જીવવાની શૈલી બદલવી પડે તોજ આ ગતિના બંધથી બચી
ઇન્દ્રિયનું સ્વરૂપ
શકાય.
સામાન્ય રીતે ઇન્દ્રિયના ૫ ભેદ છે.
(૧) સ્પર્શેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય, (૩) ધ્રાણેન્દ્રિય, (૪) ચક્ષુરીન્દ્રિય, (૫) શ્રોત્રેન્દ્રિય.
ઇન્દ્રિયના મુખ્ય ભેદ-૨ : (૧) દ્રવ્યેન્દ્રિય, (૨) ભાવેન્દ્રિય.
દ્રવ્યેન્દ્રિયના બે ભેદ છે. (૧) નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય, (૨) ઉપકરણ દ્રવ્યેન્દ્રિય.
નિવૃત્તિ = આકાર. તેના બે ભેદ છે.
(૧) બાહ્ય નિવૃત્તિ, (૨) અત્યંતર નિવૃત્તિ.
ઉપકરણ ઇન્દ્રિયના બે ભેદ
(૧) બાહ્ય ઉપકરણ, (૨) અત્યંતર ઉપકરણ.
ભાવેન્દ્રિય બે પ્રકારની છે.
(૧) લબ્ધિ ભાવેન્દ્રિય - આત્માનો ક્ષયોપશમ ભાવ તે.
(૨) ઉપયોગ ભાવેન્દ્રિય - વ્યાપાર (ક્ષયોપશમ ભાવનો).
બાહ્ય નિવૃત્તિ ભિન્ન ભિન્ન જાતિના જીવોને ભિન્ન ભિન્ન આકારવાલી હોય છે અને અત્યંતર નિવૃત્તિ દરેક જીવોને એક જ આકારવાલી હોય છે.
(૧) સ્પર્શેન્દ્રિય - શરીરનો વિષય સ્પર્શ છે. પહોળાઇ શરીર પ્રમાણ છે. બહાર તેમજ અંદરના પોલાણના ઉપરના ભાગમાં છે.
(૨) રસનેન્દ્રિય - જીભ. ખરપડા (અસ્ત્રાના) આકારે છે. રસ તેનો વિષય છે.
(૩) ધ્રાણેન્દ્રિય - નાક. વિષય ગંધ છે. અતિમુક્ત પુષ્પ કે મૃદંગ એટલે પડઘમ આકારની છે.
(૪) ચક્ષુરીન્દ્રિય - આંખ. વિષય રૂપ છે. મસુરની દાળ અથવા ચન્દ્રાકારે છે. (૫) શ્રોત્રેન્દ્રિય
- કાન. વિષય શબ્દ છે. કદમ્બ પુષ્પાકારે છે. પાંચેની જાડાઇ અંગુલના
Page 102 of 126
Page #103
--------------------------------------------------------------------------
________________
અસંખ્યાતમા ભાગ જેટલી છે. પહોળાઇ સ્પર્શેન્દ્રિય સિવાય ચારેયની અંગુલના અસંખ્યાતમા ભાગની હોય
વિષય ગ્રહણ - પહેલી ત્રણ એટલે સ્પર્શ - રસ અને ધ્રાણનો ઉત્કૃષ્ટથી ૯ યોજન, રસનેન્દ્રિયનો મતાંતરે ગાઉ પૃથકત્વ, ચક્ષનો નિસ્તેજ વસ્તુ આશ્રી ૧ લાખ યોજન અને સતેજ ૨૧ લાખ યોજન. સૂર્ય-ચન્દ્ર જોઇ શકાય છે તે.
શ્રોબેન્દ્રિયનો વિષય - ૧૨ યોજન છે.
જઘન્યથી ચક્ષનો વિષય અંગુલનો સંખ્યાતમો ભાગ છે અને બાકીની ઇન્દ્રિયોનો જઘન્યથી વિષય અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે.
ચક્ષરીન્દ્રિય અને શ્રોસેન્દ્રિય એ કામેન્દ્રિય કહેવાય છે. સ્પર્શ-રસ અને ધ્રાણેન્દ્રિય આ ત્રણ ભોગેન્દ્રિય કહેવાય છે.
શ્રી ચોથા ઉપાંગમાં ભાવેન્દ્રિય પાંચ કહેલી છે અને દ્રવ્યેન્દ્રિય આઠ કહેલી છે. તેમાં સ્પર્શેન્દ્રિય-૧, રસનેન્દ્રિય-૧, ધ્રાણેન્દ્રિય-૨, ચક્ષરીન્દ્રિય-૨ અને શ્રોબેન્દ્રિય-૨ એમ ૮ થાય છે.
આત્મા મન સાથે જોડાય છે. મન ઇન્દ્રિયો સાથે જોડાય છે. ઇન્દ્રિયો પોતાના વિષયો સાથે જોડાયા છે. તે જ ઇન્દ્રિય પોતાના વિષયો ગ્રહણ કરવામાં પ્રવર્તમાન થાય છે. બાહ્ય ઇન્દ્રિયો અંગોપાંગ નામકર્મ અને ઇન્દ્રિય પર્યાપ્તના ઉદયથી થાય છે અને ભાવેન્દ્રિયો ઇન્દ્રિય આવરણ મતિજ્ઞાનાવરણ-ચક્ષુ-અચક્ષુ દર્શનાવરણના ક્ષયોપશમથી થાય છે.
ઇન્દ્રિય બોલો કે જાતિ બોલા બે એક જ છે. તેના પાંચ ભેદ છે. (૧) એકેન્દ્રિય જાતિ, એટલે એક સ્પર્શેન્દ્રિય વાળા જીવો જગતમાં જે રહેલા છે તે. (૨) બેઇન્દ્રિય જાતિ - સ્પર્શેન્દ્રિય - રસનેન્દ્રિયવાળા જીવો. (૩) તે ઇન્દ્રિય જાતિ - સ્પર્શ-રસ-ધ્રાણેન્દ્રિયવાળા જીવો. (૪) ચઉરીન્દ્રિય જાતિ - સ્પર્શ-રસ-દ્માણ અને ચક્ષરીન્દ્રિય વાળા જીવો.
અને પંચેન્દ્રિય જાતિ એટલે સ્પર્શ-ર-ધ્રાણ-ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિયવાળા જીવો જે રહેલા હોય છે તે.
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જાતિવાળા જીવો તિર્યંચગતિમાં રહેલા હોય છે. નરક ગતિ - મનુષ્ય ગતિ-દેવગતિ વાળા જીવો નિયમાં પંચેન્દ્રિય જાતિવાળા કહેવાય છે.
નરક ગતિ - અને દેવગતિવાળા જીવો મનપૂર્વકના પંચેન્દ્રિય જાતિવાળા એટલે સન્ની પંચેન્દ્રિય જીવો કહેવાય છે. મનુષ્યગતિ વાળા જીવો બે પ્રકારના હોય છે.
(૧) મન વગરના પંચેન્દ્રિય જીવો અસન્ની પંચેન્દ્રિય જીવો કહેવાય છે. એ નિયમાં અપર્યાપ્તા જ હોય
(૨) મનપૂર્વકના પંચેન્દ્રિય જીવો જે સન્ની પર્યાપ્તા જીવો કહેવાય છે.
(૧) એકેન્દ્રિય જાતિ :- એકેન્દ્રિયમાં જવાલાયક જે નામકર્મનો બંધ કરવો અથવા જીવોને એકેન્દ્રિય જાતિ તરફ લઇ જઇને ત્યાં ઉત્પન્ન કરનાર કર્મ તે એકેન્દ્રિય જાતિ નામકર્મ ગણાય છે.
આ એકેન્દ્રિય જાતિ પહેલા ગુણસ્થાનકે તિર્યંચ ગતિની સાથે પાંચ જાતિમાંથી પરાવર્તમાન રૂપે બંધાય છેશ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં છઠ્ઠા અધ્યયનમાં જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે માતા-પિતા-પતિ-પત્ની-દીકરા-દીકરીઓ પ્રત્યે મોહ રાખીને પોતાનું જીવન જીવે અને ધર્મ આરાધના કરે
Page 103 of 126
Page #104
--------------------------------------------------------------------------
________________
તેનાથી જીવો એકેન્દ્રિય જાતિમાં જવાલાયક કર્મ બાંધે છે. માટે શ્રી શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના આત્માએ ત્રીજા મરીચિના ભવમાં કુલમદ કર્યો તેમાં જેમ નીચ ગોત્ર બાંધ્યું. નિકાચીત કર્યું કે ભોગવ્યા. વગર નાશ પામે જ નહિ તેની સાથે એકેન્દ્રિયપણામાં અસંખ્યાતા કાળ જવા માટેનું કર્મ પણ તે જ વખતે ઉપાર્જન કર્યું. એટલે બાંધ્યું તેમજ જ્યારે છેલ્લે મરીચિએ અહીં પણ ધર્મ છે અને ત્રિદંડી વેશમાં પણ ધર્મ છે એમ કહ્યું તેનાથી એક કોટાકોટી સાગરોપમ સંસારમાં ભટકવાનો કાળ ઉપાર્જન કર્યો તે વખતે ત્યાં પણ એકેન્દ્રિયપણામાં ઘણો કાળ પસાર કરવો પડે તેવું કર્મ પણ બંધાયેલ છે. કારણ કે એક કોટાકોટી સાગરોપમનો કાળ એકેન્દ્રિયમાં પસાર થાય તો જ પૂર્ણ થાય માટે તે એકેન્દ્રિય જાતિ નામકર્મ અનુબંધ રૂપે પણ બંધાયેલ છે એમ માનવું પડે.
(૨) બેઇન્દ્રિય જાતિ :- જીવોને બેઇન્દ્રિય જાતિપણામાં ઉત્પન્ન કરાવવા લાયક જે કર્મ અથવા તે જાતિ તરફ લઇ જનાર કર્મ તે બેઇન્દ્રિય જાતિ નામકર્મ કહેવાય છે.
(૩) તે ઇન્દ્રિય જાતિ - જીવોને તેઇન્દ્રિય જાતિ તરફ લઇ જનાર જે કર્મ એટલે તે ઇન્દ્રિયપણામાં ઉત્પન્ન કરાવનાર કર્મ તે તેઇન્દ્રિય જાતિ નામકર્મ કહેવાય છે.
(૪) ચઉરીન્દ્રિય જાતિ :- જીવોને ચઉરીન્દ્રિય જાતિ તરફ લઇ જનાર જે કર્મ અથવા ચઉરીન્દ્રિય જીવો રૂપે ઉત્પન્ન કરાવનાર કર્મ તે ચઉરીન્દ્રિય જાતિ નામકર્મ કહેવાય છે
આ બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરીન્દ્રિય જાતિમાં ઉત્પન્ન થયેલા જીવો વિક્લેન્દ્રિય જીવો ગણાય છે.
આ જાતિ નામકર્મની સાથે નિયમા તિર્યંચગતિ બંધાય છે અને બસ નામકર્મ બાદર નામકર્મ બંધાય છે. આ જીવો સ્થાવર તેમજ સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા હોતા જ નથી. જ્યારે એકેન્દ્રિય જાતિવાળા જીવો નિયમા સ્થાવર નામકર્મના ઉદયવાળા જ હોય છે અને તેઓ સુક્ષ્મ કે બાદર કોઇપણ નામકર્મવાળા હોય છે.
આ વિકલેન્દ્રિય જાતિનો બંધ પહેલા ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે થાય છે.
જીવ જો અહીંથી વિલેન્દ્રિયમાં ચાલ્યો જાય તો વધારેમાં વધારે એક હજાર સાગરોપમ કાળ સુધી. ત્યાં ર્યા કરે છે અને તે એક હજાર સાગરોપમ કાળ પૂર્ણ થતાં એક ભવ પંચેન્દ્રિયનો કરીને અથવા સ્થાવરપણાનો કરીને ફ્રોથી વિલેન્દ્રિયમાં જઇ વધારેમાં વધારે એક હજાર સાગરોપમ કાળ સુધી ફ્રીથી રહી શકે છે.
અનુકૂળ પદાર્થો પુણ્યોદયથી જે મલ્યા છે તેની આસક્તિ રાગ-મમત્વ જેટલા પ્રમાણમાં વિશેષ કરતાં જઇએ તેનાથી આ જાતિમાં જવાલાયક કર્મ બંધાતું જાય છે અને પછી જીવ અનુબંધ રૂપે બંધ કરતો કરતો ત્યાં ર્યા કરે છે. માટે જ્ઞાની ભગવંતો કહે છે કે મળેલી સામગ્રીમાં જેમ બને તેમ આસક્તિ-રાગ-મમત્વ ઓછા થાય એ રીતે પ્રત્ન કરીને જીવન જીવવા લક્ષ્ય રખાય તોજ એકેન્દ્રિય કે વિલેન્દ્રિય જાતિથી જીવ બચીને જ્યાં સુધી મોક્ષે ન જાય ત્યાં સુધી પંચેન્દ્રિયપણામાં ક્ય કરે તેવું કર્મ બાંધતો જાય છે.
(૫) પંચેન્દ્રિય જાતિ :- જીવોને પાંચ ઇન્દ્રિય તરફ લઇ જનાર કર્મ અથવા પંચેન્દ્રિય પણામાં ઉત્પન્ન થવા લાયક જે કર્મ બંધાય તે પંચેન્દ્રિય જાતિ નામકર્મ કહેવાય છે.
પહેલા ગુણસ્થાનકે તિર્યંચ ગતિના બંધની સાથે પાંચેય જાતિ પરાવર્તમાન રૂપે અંતર્મુહૂર્તે અંતર્મુહૂર્ત બંધાયા કરે છે. જ્યાર નરકગતિ-મનુષ્યગતિ કે દેવગતિની સાથે નિયમો પંચેન્દ્રિય જાતિ બંધાય છે.
બીજા ગુણસ્થાનકથી આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી નિયમાં પંચેન્દ્રિય જાતિ બંધાય છે.
Page 104 of 126
Page #105
--------------------------------------------------------------------------
________________
એકેન્દ્રિયપણામાંથી જીવ મનુષ્ય ગતિ પામીને તે ભવમાં મોક્ષે જઇ શકે છે જ્યારે વિકલેન્દ્રિયપણામાંથી મનુષ્ય ગતિ પામીને તે ભવે મોક્ષે જતો નથી. તે ભવમાં વધારેમાં વધારે સાતમા ગુણસ્થાનક સુધીનાં પરિણામને પામી શકે છે. પંચેન્દ્રિય મરીને પંચેન્દ્રિય મનુષ્ય રૂપે થાય તો મોક્ષે જઇ શકે
છે.
સંઘયણ નામકર્મ - સંઘયણ = હાડકાની રચના વિશેષ. હાડકાનો બાંધો જે તૈયાર થાય તે સંઘયણ
કહેવાય. આ હાડકાના રચનાની સાથે મનને ખુબ જ સંબંધ હોય છે. જે જીવોનો હાડકાનો બાંધો જેટલો મજબૂત એટલું એ જીવોનું મનોબળ મજબૂત હોય છે અને જે જીવોનો હાડકાનો બાંધો નબળો હોય તે જીવોનું મનોબલ મજબૂત નથી હોતું પણ નબળું હોય છે. એટલે ચંચળ હોય છે.
આ સંઘયણના બાંધાના ભેદો છ પ્રકાર રૂપે હોય છે. તેમાં પહેલા પ્રકારનું જે સંઘયણ કહેવાશે તે સંઘયણ એટલું મજબૂત હોય છે કે તે તોડે તૂટતું નથી. ઘણના ઘણ મારવામાં આવે તો પણ તેની કરચ પણ ખરતી નથી. આવા સંઘયણ બળમાં જીવો જો તેનો સદ્ઉપયોગ કરી આત્મકલ્યાણ માટે તે બળનો ઉપયોગ કરે અને જો સારા કાળ હોય તો મોહનીય કર્મનો નાશ કરી વીતરાગ દશાને પામી બાકીના ઘાતી કર્મોનો નાશ કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે અને પછી બાકીના અઘાતી કર્મોનો નાશ કરીને મોક્ષે જઇ શકે છે. જો કદાચ મોક્ષે ન પણ જાય અને સુંદર આરાધના મોક્ષમાર્ગમાં ચઢીને કરતો જાય તો શુધ્ધ પરિણામની સ્થિરતા પેદા કરીને પાંચ અનુત્તરમાંથી કોઇપણ અનુત્તરમાં ઉત્પન્ન થઇ શકે છે માટે આ સંઘયણના બળમાં
શ્રી ઋષભદેવ ભગવાનના શાસનનો કાળ જે પચાસ લાખ ક્રોડ સાગરોપમ જેટલો હતો તેમાં તેમની પાટે જે જે રાજાઓ થયા અને જેઓ મોક્ષે નથી ગયા તે બધાય સંયમનો સ્વીકાર કરી કરીને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા છે. પણ દુર્ગતિમાં એક પણ રાજા ગયેલ નથી. આ રીતે તેમની પાટે અસંખ્યાતા રાજાઓ થયા તેમાં અસંખ્યાતા મોક્ષે ગયા છે અને અસંખ્યાતા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા છે પણ જો આસંઘયણ બળમાં તેનો ઉપયોગ કરતાં ન આવડે અને જો દુર ઉપયોગ કરતાં પાપ કરવામાં પાવરધો થતો જાય તો તે જ સંઘયણના બળે તીવ્ર પરિણામે પાપોનું આચરણ કરી કરીને સાતમી નારકીમાં ઉત્પન્ન થાય છે. અર્થાત્ સાતમી નારકીમાં જવા માટે આ પહેલું સંઘયણ જોઇએ છે. માટે તંદુલીયા મચ્છને ચોખાના દાણા જેટલી કાયા હોય છે. તે હજાર યોજન ઉંચાઇવાળા મગરના આંખની પાંપણમાં ઉત્પન્ન થાય છે અને એક અંતર્મુહૂર્તનું આયુષ્ય હોય છે તે જીવો પૂર્વભવનો અનુબંધ લઇને આવેલા હોય છે તે અનુબંધ ઉદયમાં આવતાં પહેલા સંઘયણના બલે તીવ્ર પરિણામ કરીને સાતમી નારકીનું આયુષ્ય બાંધીને ત્યાં ઉત્પન્ન થાય છે. માટે મળેલા સંઘયણથી જે બળ પ્રાપ્ત થયેલ છે તેનો દુરઉપયોગ ન થાય તેની કાળજી રાખી સદ્ઉપયોગ કરી લેવામાં આત્મકલ્યાણ છે. બાકીના જે પાંચ સંઘયણો હોય છે તેમાં જીવોને બળ ઓછું થતું જાય છે કે જેના કારણે મનોબળ મજબૂત રૂપે મળતું નથી. માટે તે સંઘયણથી જીવો કેવલજ્ઞાન પામી શકતાં નથી.
સંઘયણ છ છે તેના નામો -
(૧) વજ્ર ઋષભ નારાચ સંઘયણ, (૨) ૠષભ નારાચ સંઘયણ, (૩) નારાચ સંઘયણ, (૪) અર્ધનારાચ સંઘયણ, (૫) કીલીકા સંઘયણ, (૬) સેવાર્ત સંઘયણ.
(૧) વજ્ર ઋષભ નારાય સંઘયણ :
વજ્ર = ખીલો. ઇન્દ્રના વજ્ર જેવું હાડકું જે રહ્યું હોય તે.
ૠષભ = પાટો. હાડકું પાટા રૂપે રહેલું હોય તે.
નારાચ = મર્કટ બંધ. વાંદરાની સાથે પોતાનું બચ્ચું જે રીતે છાતીએ વળગેલું હોય કે જેના કારણે
Page 105 of 126
Page #106
--------------------------------------------------------------------------
________________
વાંદરો એક ઝાડથી બીજા ઝાડ ઉપર કુદે તો પણ તે બચ્ચું પડે નહિ. તે મર્કટ બંધ કહેવાય છે.
આ સંઘયણની રચના મર્કટ બંધની જેમ હાડકાં જે રહેલા હોય તેના ઉપર હાડકાનો મજબૂત પાટો
રહેલો હોય અને તે મર્કટ બંધ અને પાટાની વચમાં વજ્ર જેવો હાડકાનો આરપાર ખીલો રહેલો હોય છે. એવી જે હાડકાની રચના વિશેષ તે વજ્રૠષભ નારાચ સંઘયણ કહેવાય છે. આ સંઘયણ ઔદારીક શરીરમાં મનુષ્ય અને તિર્યંચોને હોય છે તે પણ સન્ની પર્યાપ્તા મનુષ્ય અને તિર્યંચોને વિષે હોય છે.
(૨) ૠષભ નારાચ સંઘયણ :- જે શરીરમાં હાડકાંની રચના મર્કટ બંધ જેવી અને ઉપરના ભાગમાં હાડકાનો પાટો રહેલો હોય છે એવી જે રચના તે ઋષભ નારાચ સંઘયણ કહેવાય છે.
(૩) નારાચ સંઘયણ :- જે ઔદારીક શરીરને વિષે માત્ર મર્કેટ બંધ રૂપે જ હાડકાની રચના રહેલી હોય તે નારાચ સંઘયણ કહેવાય છે.
(૪) અર્ધ નારાચ સંઘયણ :- જે શરીરને વિષે અડધો મર્કટ બંધ એક બાજુનો હોય અને બીજી બાજુ હાડકું ખીલા જેવું રહેલું હોય એવી જે હાડકાની રચના તે અર્ધનારાચ સંઘયણ કહેવાય છે.
(૫) કીલિકા સંઘયણ :- જે શરીરમાં હાડકાં રહેલા હોય તે માત્ર એકબીજા ખીલાથી એટલે હાડકાના ખીલાથી સાંધેલા હોય તે કીલિકા સંઘયણ કહેવાય છે.
(૬) છેવટ્ટુ અથવા સેવાર્ત સંઘયણ :- જે શરીરને વિષે હાડકા માત્ર એકબીજાને અડી અડીને રહેલા હોય તે હાડકાની રચનાને છેવઠ્ઠ સંઘયણ કહેવાય છે અથવા આ હાડકાની રચનાવાળું શરીર વારંવાર સેવા માગ્યા કરે તે સેવાત સંઘયણ કહેવાય છે.
આ છ એ સંઘયણમાંથી એક સાથે એક અંતર્મુહૂર્તમાં એક જ સંઘયણ બંધાય છે અને છ એ સંઘયણમાંથી કોઇપણ સંઘયણ એકેન્દ્રિય-વિકલેન્દ્રિય, અસન્ની પંચેન્દ્રિય અને સન્ની પંચેન્દ્રિય જીવો એટલે સઘળાય જીવો મનુષ્ય અને તિર્યંચ ગતિની સાથે બાંધી શકે છે.
એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસન્ની પંચેન્દ્રિય, પર્યાપ્તા, અપર્યાપ્તા જીવોને તથા સન્ની અપર્યાપ્તા-લબ્ધિ અપર્યાપ્તા મનુષ્ય અને તિર્યંચોને નિયમા એક છેલ્લું છેવટ્ટ સંઘયણ ઉદયમાં હોય છે. જ્યારે સન્ની પર્યાપ્તા તિર્યંચો અને મનુષ્યોને છ એ સંઘયણમાંથી કોઇપણ સંઘયણ ઉદયમાં હોય છે. અત્યારે પાંચમાં આરામાં જંબુસ્વામીજી મોક્ષે નહોતા ગયા ત્યાં સુધી પહેલું સંઘયણ હતું તેમના મોક્ષે જવાની સાથે પહેલું સંઘયણ વિચ્છેદ થયું. ત્યાર પછી શ્રી વ્રજસ્વામીજી સુધી પાંચ સંઘયણો હતા. તે મહાપુરૂષના કાળધર્મ પછી બેથી પાંચ તે સુધીનાં સંઘયણો વિચ્છેદ થયા ત્યારથી એક છેલ્લું સંઘયણ રહેલું છે. મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા મનુષ્યોમાં મોટા ભાગે પહેલું સંઘયણ હોય છે.
બીજા અને ત્રીજા સંઘયણવાળા જીવો ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરીને અગ્યારમા ગુણસ્થાનક સુધી જઇ શકે છે. એટલે પહેલા ત્રણ સંઘયણવાળા જીવો ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરી શકે છે તેમાં અગ્યારમા ગુણસ્થાનકે પહેલા સંઘયણ વાળા જીવો કાળ કરે તો મરીને નિયમા અનુત્તર વિમાનમાં જ જાય છે. જ્યારે બીજા અને ત્રીજા સંઘયણવાળા જીવો અગ્યારમા ગુણસ્થાનકે કાળ કરે તો તેઓ અનુત્તરમાં ન જતાં વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થઇ શકે છે.
છેલ્લા ત્રણ સંઘયણવાળા જીવો પહેલાથી સાતમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે.
સંસ્થાન-સંસ્થાન એટલે - આકૃતિ. શરીરની આકૃતિ વિશેષને સંસ્થાન કહેવાય છે. તેના પણ છ
ભેદ છે.
(૧) સમચતુરસ્ર સંસ્થાન, (૨) ન્યગ્રોધ સંસ્થાન, (૩) સાદિ સંસ્થાન, (૪) કુબ્જ સંસ્થાન, (૫)
Page 106 of 126
Page #107
--------------------------------------------------------------------------
________________
વામન સંસ્થાન, (૬) હુંડક સંસ્થાન.
(૧) સમચતુરસ્ર સંસ્થાન :- જે શરીરની આકૃતિ પદ્માસને બેસાડ્યા પછી જેના બે ઢીંચણનું જે અંતર એટલે માપ થાય એટલું જ માપ ડાબા ઢીંચણથી જમણા ખભા સુધીનું થાય. અને એટલું જ માપ જમણા ઢીંચણથી ડાબા ખભા સુધીનું થાય. તેમજ વચલા લલાટ ભાગથી પલાંઠીના મધ્ય ભાગ સુધીમાં પણ એટલું જ અંતર થાય. આ ચારેય એક સરખા માપને સમચતુરસ્ત્ર સંસ્થાન કહેવાય છે. દેવતાઓને નિયમા આ સંસ્થાન હોય છે. કેટલાક મનુષ્યો અને તિર્યંચોને પણ આ સંસ્થાન હોય છે. શ્રી અરિહંત પરમાત્માની કે સિધ્ધ પરમાત્માની મૂર્તિઓ મંદિરમાં જે રહેલી હોય છે તે આ જ સંસ્થાનવાળી હોય છે.
(૨) ન્યગ્રોધ સંસ્થાન :- જે જીવોનાં શરીરની રચનામાં નાભિથી નીચેના અવયવો લક્ષણથી યુક્ત હોય અને નાભિની ઉપરના અવયવો વડલાના વૃક્ષ જેમ લક્ષણથી રહિત હોય તે ન્યગ્રોધ સંસ્થાન કહેવાય છે.
(૩) સાદિ સંસ્થાન :- જે જીવોનાં શરીરની રચનામાં નાભિથી નીચેના અવયવો લક્ષણથી રહિત હોય અને નાભિથી ઉપરના અવયવો લક્ષણથી યુક્ત હોય તે સાદિ સંસ્થાન કહેવાય.
(૪) કુબ્જ સંસ્થાન :- જે જીવોનાં શરીરની રચનામાં અંગ જે પ્રાપ્ત થયેલા હોય તેમાં પેટ, છાતી, પીઠ, મસ્તક લક્ષણથી યુક્ત હોય અને બાકીના અંગો લક્ષણથી રહિત હોય તે કુબ્જ સંસ્થાન કહેવાય છે. (૫) વામન સંસ્થાન :- જે જીવોની શરીરની રચના વિશેષમાં જે અંગ પ્રાપ્ત થયેલ હોય તેમાં મસ્તક, પેટ, છાતી અને પીઠ લક્ષણથી રહિત હોય અને બાકીના અંગો લક્ષણથી યુક્ત હોય તે વામન સંસ્થાન કહેવાય છે.
(૬) હુંડક સંસ્થાન :- જે જીવોનાં શરીરની રચના વિશેષમાં સઘળાય અંગોપાંગ વગેરે લક્ષણથી રહિત હોય તે હુડક સંસ્થાન કહેવાય છે.
આ છ એ સંસ્થાનમાંથી એક અંતર્મુહૂર્ત એક જ સંસ્થાન બંધાય છે અને ઉદયમાં પણ એક જ હોય
છે.
એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસન્ની પંચેન્દ્રિય, પર્યાપ્ત-અપર્યાપ્ત જીવોમાં સન્ની લબ્ધિ અપર્યાપ્ત જીવોમાં તથા નારકીના જીવોને એક હુંડક સંસ્થાન હોય છે. સન્ની પર્યાપ્તા મનુષ્ય અને તિર્યંચોને વિષે છ એ સંસ્થાનમાંથી કોઇપણ એક ઉદયમાં હોય છે.
એવી જ રીતે નારકી-દેવ અને એકેન્દ્રિય જીવોને સંઘયણ ઉદયમાં હોતું નથી. વિકલેન્દ્રિય-અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા, અપર્યાપ્તા તથા સન્ની લબ્ધિ અપર્યાપ્તા તિર્યંચો અને મનુષ્યોને એક છેવટ્ટુ સંઘયણ ઉદયમાં હોય છે. બાકીના તિર્યંચ અને મનુષ્યોને છ એ સંઘયણો ઉદયમાં હોય છે.
ઔદારીક શરીર બંધાતુ હોય ત્યારે એકેન્દ્રિય જાતિના બંધ સિવાય જે જાતિઓ બંધાય છે તેમાં પંચેન્દ્રિય જાતિની સાથે ઔદારીક શરીર અને અંગોપાંગના બંધ કરતા હોય ત્યારે છ સંઘયણમાંથી કોઇપણ એક અને છ સંસ્થાનમાંથી કોઇપણ એકનો બંધ કરતાં હોય છે આથી તેના ૩૬ વિકલ્પો પડી શકે છે તે આ પ્રમાણે :
(૧) વ્રજૠષભ નારાચ સંઘયણ સમચતુરસ્ત્ર સંસ્થાન. (૨) વ્રજૠષભ નારાચ સંઘયણ ન્યગ્રોધ સંસ્થાન. (૩) વ્રજૠષભ નારાચ સંઘયણ સાદિ સંસ્થાન. (૪) વ્રજૠષભ નારાચ સંઘયણ કુબ્જ સંસ્થાન.
Page 107 of 126
Page #108
--------------------------------------------------------------------------
________________
(૫) વ્રજૠષભ નારાચ સંઘયણ વામન સંસ્થાન. (૬) વ્રજૠષભ નારાચ સંઘયણ હુંડક સંસ્થાન. (૭) ૠષભ નારાચ સંઘયણ સમચતુરસ્ત્ર સંસ્થાન. (૮) ૠષભ નારાચ સંઘયણ ન્યગ્રોધ સંસ્થાન. (૯) ૠષભ નારાય સંઘયણ સાદિ સંસ્થાન. (૧૦) ૠષભ નારાચ સંઘયણ કુબ્જ સંસ્થાન. (૧૧) ઋષભ નારાય સંઘયણ વામન સંસ્થાન. (૧૨) ૠષભ નારાચ સંઘયણ હુંડક સંસ્થાન. (૧૩) નારાચ સંઘયણ સમચતુરસ્ત્ર સંસ્થાન. (૧૪) નારાચ સંઘયણ ન્યગ્રોધ સંસ્થાન. (૧૫) નારાચ સંઘયણ સાદિ સંસ્થાન. (૧૬) નારાચ સંઘયણ કુબ્જ સંસ્થાન. (૧૭) નારાચ સંઘયણ વામન સંસ્થાન. (૧૮) નારાચ સંઘયણ હુંડક સંસ્થાન. (૧૯) અર્ધ નારાચ સંઘયણ સમચતુસ્ર સંસ્થાન. (૨૦) અર્ધ નારાચ સંઘયણ ન્યગ્રોધ સંસ્થાન. (૨૧) અર્ધ નારાચ સંઘયણ સાદિ સંસ્થાન. (૨૨) અર્ધ નારાચ સંઘયણ કુબ્જ સંસ્થાન. (૨૩) અર્ધ નારાચ સંઘયણ વામન સંસ્થાન. (૨૪) અર્ધ નારાચ સંઘયણ હુંડક સંસ્થાન. (૨૫) કીલીકા સંઘયણ સમચતુરસ્ર સંસ્થાન. (૨૬) કીલીકા સંઘયણ ન્યગ્રોધ સંસ્થાન. (૨૭) કીલીકા સંઘયણ સાદિ સસ્થાન. (૨૮) કીલીકા સંઘયણ કુબ્જ સંસ્થાન. (૨૯) કીલીકા સંઘયણ વામન સંસ્થાન. (૩૦) કીલીકા સંઘયણ હુંડક સંસ્થાન. (૩૧) છેવટ્ટુ સંઘયણ સમચતુરસ્ર સંસ્થાન. (૩૨) છેવટ્ટુ સંઘયણ ન્યગ્રોધ સંસ્થાન. (૩૩) છેવટ્ટુ સંઘયણ સાદિ સંસ્થાન. (૩૪) છેવટ્ટુ સંઘયણ કુબ્જ સંસ્થાન. (૩૫) છેવટ્ટુ સંઘયણ વામન સંસ્થાન. (૩૬) છેવટ્ટુ સંઘયણ હુંડક સંસ્થાન.
આ છત્રીશમાંથી બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, જાતિ બંધાતી હોય તેની સાથે છેલ્લો ભાંગો બંધાય છે અને ઉદયમાં હોય છે. જ્યારે પંચેન્દ્રિય જાતિની સાથે મનુષ્ય અને તિર્યંચ ગતિ બંધાતી હોય તો છત્રીશમાંથી કોઇપણ એક વિકલ્પ અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્તો બંધાયા કરે છે અને તે પ્રમાણે ઉદયમાં આવી શકે
Page 108 of 126
Page #109
--------------------------------------------------------------------------
________________
છે. આથી છ એ સંસ્થાનમાંથી કોઇપણ સંસ્થાનના ઉદય કાળમાં જીવો કેવલજ્ઞાન પામીને મોક્ષે જઇ શકે છે. હાલમાં પાંચમા આરામાં રહેલા મનુષ્ય અને તિર્યંચોને વિષે છ એ સંસ્થાનમાંથી કોઇપણ સંસ્થાન હોઇ શકે છે. જ્યારે કેટલાક આચાર્યો કહે છે કે પહેલા પાંચ સંસ્થાન વ્રજસ્વામીજીના વખતમાં વિચ્છેદ થયેલા છે માટે એક છેલ્લું સંસ્થાન એટલે હુંડક સંસ્થાન ઉદયમાં હોય છે એમ કહે છે. તત્વ કેવલી ગમ્ય. આ ઉપરથી જીવોના પરિણામો એટલે અધ્યવસાયો સમયે સમયે અથવા અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત કેટલા પરિવર્તન થયા કરે છે તે વિચારી શકાશે આથી કોઇના શરીરની કે પોતાના શરીરની આકૃતિ બરાબર ન હોય તો ખેદ કરવો નહિ અને સારી આકૃતિ હોય તો રાજી થવું નહિ.
સેવાર્ત સંઘયણ :- આ સંઘયણ બલ એવું કે થોડુંક કામ કરે અને સેવા માંગે-થાકી જાય તે સેવાર્ત. આપણને અત્યારે આ સંઘયણ બળ હોવાથી વેદના વધારે લાગે છે માટે અભ્યાસ કરી જેટલી સહન શક્તિ કેળવીએ તેટલી નિર્જરા વધારે કરી શકીએ.
શાસ્ત્રમાં કહ્યું છેકે શરીર દુઃખે તો સૂઇ જવું પણ કોઇની પાસે સેવા કરાવવી નહિ, અડવા દેવું નહિ
કારણ કે એ ભયંકર ચેપી રોગ છે. બીજા પાસે સેવા લેવાની ખરાબ આદત પડી જશે તો ભવિષ્યમાં આર્તધ્યાન થશે ત્યારે મોહરાજા શરીરના મમત્વ સિવાય કાંઇ જોવા દેશે નહિ. શરીરનું મમત્વ ઘટાડવા શરીર થાકી જાય ત્યાં સુધી એની પાસેથી કામ લેવાનું અને આત્મકલ્યાણ સાધવામાં ઉપયોગી બનાવવું. શરીર સારી રીતે કામ આપે એવું હોય તો તના દ્વારા, ગુરૂ, ધર્મની ભક્તિ વધારે કરવી જોઇએ કે જેથી નિર્જરા વધારે થાય અને પુણ્યબંધ પણ સારો થાય બન્ને ફ્ળ મળે.
માટે ભૂખ લાગે ત્યારે તરત જ ખાવા બેસવું નહિ. ભૂખ સહન થાય ત્યાં સુધી સહન કરવી. ભૂખ સહન કરતાં કરતાં અસહ્ય થાય ત્યારે ખાવાની છૂટ.
જ્ઞાનીઓ કહે છે કે આટલા ઓછા બળમાં પણ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મેલા જીવો કરતાં આપણે વધારે કામ કરી શકીએ એમ છીએ. મહાવિદેહ ક્ષેત્રમાં પૂર્વક્રોડ વરસના આયુષ્યની અપેક્ષાએ આપણા આયુષ્યનો કાળ કેટલો ? એમાં ઉંઘવાનો, ખાવાનો, પીવાનો કાળ કેટલો ? બાકી જેટલો કાળ બચ્યો એટલા અલ્પ કાળમાં જા ધર્મ કરવા માંડીએ તો આપણે નિર્જરા વધારે કરી શકીએ અને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામીને કેવલજ્ઞાન જલ્દી પામી શકીએ.
સંસ્થાન એટલે આકૃતિ
આપણા શરીરની આકૃતિ બરાબર ન હોય તો તે જોઇને નારાજી થાય અને બીજાની સારી આકૃતિ જોઇને અંતરમાં દ્વેષ પેદા થાય તેનાથી દુ:ખમય સંસાર વધારતા જઇએ છીએ. અત્યારે જીવોને છએ સંસ્થાનમાંથી કોઇને કોઇ સંસ્થાન હોઇ શકે છે. સંસ્થાનનો વિચ્છેદ થયેલો નથી. ગુણયુક્ત ગુણસ્થાનકમાં પ્રવેશેલા ન હોય એવા આર્યદેશમાં જન્મેલા પહેલા ગુણસ્થાનકમાં રહેલા હોવા છતાં તેઓના રાગાદિ કેટલા મંદ હોય છે. તેને માટે સમરાદિત્ય રાજાની કથામાં વાત આવે છે. પહેલા ભવમાં ગુણસેન રાજાનો દીકરો છે, અગ્નિ શર્મા પુરોહિતનો દીકરો છે. તે અગ્નિશર્માનું શરીર એવું બેડોળ છેકે જોનારાને અણગમો જ પેદા થાય. જ્યારે જ્યારે એ બહાર નીકળે ત્યારે ત્યારે ગુણસેન એની મશ્કરી કર્યા વિના રહે નહિ. રોજ આ
પ્રમાણે સહન કરતાં એક દિવસ અગ્નિશર્મા એવો કંટાળી ગયો કે દેશ છોડીને ભાગી ગયો અને જંગલમાં ગયો ત્યાં આશ્રમ હતો ત્યાં નાના નાના બાળ તાપસો હતા. દૂરથી અતિથિને આવતો જોઇને આવા શરીરવાળાને જોઇને મશ્કરી કરવાને બદલે સત્કાર આપીને પધારો પધારો કરે છે. અગ્નિશમાએ કોઇ દિ’
આ સાંભળ્યું નથી એ સાંભળીને એને એમ થાય છે કે હું કાંઇ દેવલોકમાં તો આવ્યો નથી ને ? વિચારો
Page 109 of 126
Page #110
--------------------------------------------------------------------------
________________
રાગાદિ પરિણામની મંદતા કેટલી છે જ્યાં મશ્કરી કરવાને બદલે આ રીતનો સત્કાર નાના નાના તાપસો. આપે એ જ સંયમીતતા કેટલી ?
સામાની બેડોળ આકૃતિ જોઇને મશ્કરી વગેરે કરે તો અશુભ કર્મ તીવ્ર રસે બંધાતા જાય છે. ગ્રંથી મજબુત થાય છે વખાણીએ તો પણ અશુભ સંસ્થાનનો રસ જોરદાર બંધાય છે. રાગાદિ પરિણામની ગ્રંથી મજબુત ન થાય તે રીતે આકૃતિ જોવાની છૂટ કહેલી છે. આપણે જોઇ જોઇને શું જોવાના ? માત્ર પુદ્ગલનો જથ્થો. આત્માને તો આપણે જોઇ શકવાના નથી તો પછી શા માટે પુગલ જથ્થાને જોઇને રાગાદિ પરિણામ કરવા ? સચેતન પદાર્થની આકૃતિ અને અચેતન પદાર્થની આકૃતિ જોતાં બન્નેમાં આપણે ધ્યાન રાખવાનું છે. ક્નચર વગેરેમાં રાગ થાત તો મરીને એ લાકડામાં કીડારૂપે જન્મ થાત. પૂજામાં દાખલો આવે છે ને કે સાધ્વીજી પોતાના ટેબલના ખાનામાં પૈસા મુક્તા (રાખતા) હતા. તેનું રોજ ધ્યાન રાખતા એમાં મરીને ત્યાં જ તે મકાનમાં ઝેરી ગરોળી થઇ અને તે પાટલા ઉપર બેસી ગઇ. સાધ્વીજીઓએ કઢાવી મરીને ફ્રીથી ઝેરી ગરોળી થઇ. આ વાત આવે છે તો પછી આપણી સ્થિતિ શું? સબપુદ્ગલકી બાજી પુદ્ગલનો સ્વભાવ છે. એવો જ વિચાર કર્યા કરવાનો.
સચેતન કે અચેતન પદાર્થની આકૃતિના વખાણ કરીએ તો ભવાંતરમાં બેડોળ આકૃતિ મળે એવું કર્મ બંધાય છે. આકૃતિના દર્શન ન થાય ત્યાં ઉત્પન્ન થાય એટલે ? એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિયપણામાં ઉત્પન્ન થાય !
વર્ણ નામકર્મ :- જેન શાસનમાં મુખ્ય પાંચ વર્ણો ગણાય છે. (૧) કાળો, (૨) નીલો (લીલો), (૩) લાલ, (૪) પીળો અને (૫) સદ્દ.
આ એક એક વર્ણના સામાન્ય આછો ઘેરો થોડો વધારે, અતિ વધારે એમ મંદ-મંદત્તરમંદતમ-તીવ્ર-તીવ્રતર-તીવ્રતમ-મધ્યમ ઇત્યાદિ એક એક વર્ણના અનંતા અનંતા ભેદો થાય છે. તેમાં એક ગુણ કાળો, બે ગુણ કાળો, ત્રણ ગુણ કાળો, સંખ્યાત ગુણ કાળો, અસંખ્યાત ગુણ કાળો અને અનંત ગુણ કાળો. એમ નીલાદિ વર્ણોમાં પણ જાણવું. આ પાંચેય વર્ણમાંથી કોઇને કોઇ વર્ણ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પહેલા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી બંધાયા કરે છે અન એકથી તેર ગુણસ્થાનક સુધી ઉદયમાં પણ સતત રહ્યા જ કરે છે.
આ પાંચ વર્ણમાં કાળો અને નીલો એ વર્ણો અશુભ ગણાય છે અને બાકીના ત્રણ વર્ષો લાલ-પીળો અને સદ્દ શુભ ગણાય છે. અશુભ વર્ગોમાં પણ જો રસની પ્રધાનતા-સ્પર્શની પ્રધાનતા કે ગંધની. પ્રધાનતાની અપેક્ષાએ વિચારણા કરાય તો તે કાળો કે નીલો વર્ણ અશુભ ગણાતો નથી. આ કારણથી જ શ્રી તીર્થંકર પરમાત્માઓનાં શરીરનો વર્ણ કેટલાક તીર્થકરોનો કાળો વર્ણ-નીલ વર્ણ ઇત્યાદિ વર્ણન આવે છે તે વર્ણની સાથે ગંધ, રસ અને સ્પર્શની પ્રધાનતાના કારણે શુભ રૂપે ગણાય છે. બાકી અશુભ ગણાય છે. આ વર્ણના ગંધ, રસ અને સ્પર્શની અપેક્ષાએ સો ભેદ થાય છે તે આ પ્રમાણે.
કાળો વર્ણ સુગંધ યુક્ત હોય અને દુર્ગધ યુક્ત પણ હોય આથી ગંધ અપેક્ષાએ બે ભેદ ગણાય.
કાળો વર્ણ :- કડવા રસવાળો હોય, તીખા રસવાળો હોય, તુરા રસવાળો હોય, ખાટા રસવાળો. હોય અને મીઠા રસવાળો પણ હોય એમ પાંચ ભેદ થાય.
કાળો વર્ણ :- ગુરૂ સ્પર્શવાળો, લઘુ સ્પર્શવાળો, શીત સ્પર્શવાળો, ઉષ્ણ સ્પર્શવાળો, મૃદુ સ્પર્શવાળો, કર્કશ સ્પર્શવાળો, સ્નિગ્ધ પર્શવાળો અને રૂક્ષ સ્પર્શવાળો પણ હોય છે એમ ૮ સ્પર્શવાળો હોય છે.
કાળો વર્ણ - ગોળ આકૃતિવાળો, લંબગોળ, વલયાકાર આકૃતિવાળો, ચોરસ આકૃતિવાળો,
Page 110 of 126
Page #111
--------------------------------------------------------------------------
________________
ત્રિકોણ આકૃતિવાળો અને લાંબી આકૃતિવાળો એમ પાંચ આકૃતિવાળો હોય છે. આ રીતે ૨ + ૫ + ૮ + ૫ = કાળા વર્ણના ૨૦ ભેદ થયા. એજ રીતે નીલ વર્ણના ૨૦ ભેદ, લાલ વર્ણના ૨૦ ભેદ, પીળા વર્ણના ૨૦ ભેદ અને સફેદ વર્ણના ૨૦ ભેદ થતાં ૨૦ X ૫ = ૧૦૦ ભેદ વર્ણના થાય છે.
ગંધ નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવના શરીરને વિષે ગંધ પેદા થાય, સુરભિગંધ અને દુરભિગંધ પેદા થાય તે ગંધ નામકર્મ કહેવાય છે.
ગુણ,
તે સુરભિગંધ અને દુરભિગંધ એક ગુણ, ત્રણ ગુણ, સંખ્યાત ગુણ, અસંખ્યાત ગુણ અને અનંત ગુણ । ભેદવાળી ગંધ હોય છે. માટે તેના અનંતા ભેદો થાય છે. સામાન્યથી સ્કૂલ દ્રષ્ટિથી ઓળખવા માટે તેના ૪૬ ભેદો થાય છે તે આ પ્રમાણે :
સુરભિગંધ :- કાળો વર્ણ, નીલ વર્ણ, લાલ વર્ણ, પીતવર્ણ, અને સફેદ વર્ણવાળી એમ પાંચ વર્ણવાળી
:
હોય.
સુરભિગંધ :- કડવો રસ, તીખો, તુરો, ખાટો અને મીઠો એમ પાંચ રસવાળી પણ હોય.
સુરભિગંધ :- ગુરૂ-લઘુ-શીત-ઉષ્ણ, મૃદુ-કર્કશ અને સ્નિગ્ધ-રૂક્ષ એમ આઠ સ્પર્શવાળી પણ હોય. સુરભિગંધ-ગોળ-વલયાકાર-ચોરસ-ત્રિકોણ અને લંબ એમ પાંચ સંસ્થાનવાળી પણ હોય આથી ૫ + ૫ + ૮ + ૫ = ૨૩ ભેદ સુરભિ ગંધના થાય. એજ રીતે દુરભિગંધના ૨૩ ભેદ કરતાં ૪૬ ભેદ ગંધ નામકર્મના થાય છે.
રસ નામકર્મ :- દરેક જીવોનું શરીર કડવો, તીખો, તુરો, ખાટો અને મીઠો એ પાંચ રસમાંથી કોઇને કોઇ રસવાળું પ્રાપ્ત થાય છે તે રસ નામકર્મ.
એકેન્દ્રિય જીવોમાં, વનસ્પતિમાં આ દરેક રસવાળી વનસ્પતિઓ વર્તમાનમાં દેખાય છે. કોઇ વનસ્પતિ તુરા રસવાળી, કોઇ વનસ્પતિ કડવા રસવાળી, કોઇ વનસ્પતિ તોખા રસવાળી, કોઇ વનસ્પતિ ખાટા રસવાળી અને કોઇ વનસ્પતિ મીઠા રસવાળી હોય છે. તે જે રસ પેદા થાય છે તે આ રસ નામકર્મના ઉદયથી તેમાં એક ગુણ રસ, બે ગુણ અધિક રસ, ત્રણ ગુણ અધિક રસ, યાવત્ સંખ્યાત ગુણ અધિક રસ, અસંખ્યાત ગુણ અધિક રસ, યાવત્ અનંત ગુણ । અધિક રસવાળી પણ હોય છે. એમ દરેક જીવોના શરીરમાં
પણ કોઇને કોઇ રસ તરતમતા રૂપે રહેલા હોય છે.
આ પાંચે રસના પણ ૧૦૦ ભેદો થાય છે તે આ પ્રમાણે.
કડવો રસ-કાલો-નીલો-લાલ-પીળો અને સફેદ પાંચે વર્ણમાંથી કોઇને કોઇ વર્ણમાં રહેલો હોય.
સુગંધ અને દુર્ગંધ એમ બે ગંધમાંથી કોઇ ગંધવાળો પણ હોય.
ગુરૂલઘુ, શીત-ઉષ્ણ, મૃદુ-કર્કશ, સ્નિગ્ધ અને રૂક્ષ એ આઠ સ્પર્શમાંથી કોઇને કોઇ સ્પર્શવાળો પણ
કડવો રસ હોય છે. અને
ગોળ-વલયાકાર-ચોરસ-ત્રિકોણ અને લંબ એ પાંચ આકૃતિમાંથી કોઇને કોઇ આકૃતિવાળો કડવો રસ હોય છે. આથી ૫ + ૨ + ૮ + ૫ = ૨૦ ભેદ કડવા રસના થાય છે. આ રીતે તીખા રસના - તુરા રસના - ખાટા રસના અને મીઠા રસના વીશ વીશ ભેદો ગણતાં ૨૦ X ૫ = ૧૦૦ ભેદ થાય છે. આ રીતે રસ નામકર્મ થયું. તેમાં કડવો અને તીખો રસ અશુભ ગણાય છે. તુરો, ખાટો અને મીઠો રસ શુભ ગણાય છે. એવી રીતે ગંધમાં સુરભિગંધ એટલે સુગંધ શુભ ગણાય છે અને દુર્ગંધ અશુભ ગણાય છે. આ વર્ણ ગંધ રસના એક બીજાના મીલનથી અનેક ભેદો પેદા થઇ શકે છે.
સ્પર્શ નામકર્મ :- આ નામકર્મના આઠ ભેદો છે. જીવોના શરીરને વિષે ગુરૂ આદિ સ્પર્શ જે પેદા થાય
Page 111 of 126
Page #112
--------------------------------------------------------------------------
________________
છે તે સ્પર્શ નામકર્મ કહેવાય છે. તેના પણ ગુરૂ-લઘુ, શીત-ઉષ્ણ, મૃદુ-કર્કશ, સ્નિગ્ધ અને રૂક્ષ એમ ૮ ભેદો હોય છે. તે દરેકના એક એકના અનંતા ભેદો પણ થાય છે. કોઇ એક ગુણ અધિક, બે ગુણ અધિક, ત્રણ ગુણ અધિક, સંખ્યાત ગુણ અધિક, અસંખ્યાત ગુણ અધિક અને અનંત ગુણ અધિક સ્પર્શ પણ હોય છે. આ આઠેય સ્પર્શના દરેકના એક એકમાં આ રીતે અનંતા અનંતા ભેદો થઇ શકે છે. તેને જાણવા માટે જ્ઞાની ભગવંતોએ ૧૮૪ ભેદો કહેલા છે. જ્યારે જે સ્પર્શની વિચારણા કરીએ ત્યારે તે સ્પર્શમાં પોતાનો જે પ્રતિપક્ષી સ્પર્શ હોય છે તે, તે સ્પર્શમાં હોતો નથી. બાકીના દરેક સ્પર્શો હોઇ શકે છે. દા.ત. ગુરૂ સ્પર્શની વિચારણા કરીએ તો તેમાં તેનો પ્રતિપક્ષી, લઘુ સ્પર્શ હોતો નથી. બાકીના છ એ સ્પર્શ ગુરૂ સ્પર્શમાં હોય છે એ રીતે દરેકમાં વિચારણા કરવી આથી ૧૮૪ ભેદો થાય છે.
ગુરૂસ્પર્શવાળો પદાર્થ - કાલો-નીલો-લાલ-પીળો અને સફેદ એ પાંચ વર્ણમાંથી કોઇપણ વર્ણવાળો
હોય છે.
ગુરૂસ્પર્શવાળો પદાર્થ - સુગંધ અને દુર્ગંધ બે ગંધમાંથી કાઇ પણ ગંધવાળો પણ હોય છે. ગુરૂ સ્પર્શવાળો પદાર્થ - કડવો-તીખો-તુરો-ખાટો અને મીઠો એ પાંચ રસમાંથી કોઇ રસવાળો પણ
હોય છે.
ગુરૂ સ્પર્શવાળો પદાર્થ- શીત-ઉમૃદુ-કર્કશ અને સ્નિગ્ધ-રૂક્ષ એ છ સ્પર્શમાંથી કોઇ સ્પર્શવાળો પણ હોય છે તેમજ
ગુરૂ સ્પર્શવાળો પદાર્થ - ગોળ, લંબગોળ એટલે વલયાકાર, ચોરસ, ત્રિકોણ અને લંબ આકૃતિમાંથી કોઇને કોઇ આકૃતિ વાળો પણ હોય છે આથી ૫ + ૨ + ૫ + ૬ + ૫ = ૨૩ ભેદ એક ગુરૂ સ્પર્શના થાય છે. એમ બાકીના સાત સ્પર્શમાં ૨૩-૨૩ ગણતાં ૨૩ X ૮ = ૧૮૪ ભેદો સ્પર્શ નામકર્મના થાય
છે.
આજ રીતે જે પુદ્ગલ કહીઅ છીએ તે વર્ણ-ગંધ-રસ અને સ્પર્શવાળું જ હોવાથી તેની કોઇને કોઇ આકૃતિ એટલે સંસ્થાન રહેલું હોય છે તે સંસ્થાન પાંચ પ્રકારના હોય છે.
ગોળ, વલયાકાળ, ચોરસ, ત્રિકોણ અને લંબ.
તે દરેકના થઇને ૧૦૦ ભેદો થાય છે.
૫ વર્ણ + ૨ ગંધ + ૫ રસ + ૮ સ્પર્શ = ૨૦ ભેદ એક સંસ્થાનનાં થાય, એમ ૨૦ X ૫ = ૧૦૦ ભેદ પાંચ સંસ્થાનનાં થાય છે.
આ રીતે વર્ણાદિના ભેદો કુલ ૫૩૦ થાય છે.
વર્ણના - ૧૦૦ ભેદ + ગંધના - ૪૬ ભેદ + રસના - ૧૦૦ ભેદ + સ્પર્શના - ૧૮૪ ભેદ + અને સંસ્થાનના ૧૦૦ ભેદ થતાં તેનો સરવાળો કરતાં ૫૩૦ ભેદ અજીવ પુદ્ગલોનાં થાય છે. આ ૫૩૦ ભેદવાળા વર્ણાદિમાંથી જીવો સમયે સમયે શુભાશુભ વર્ણાદિ નામકર્મને પહેલા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીમાં રહીને બાંધ્યા જ કરે છે. એ જ રીતે કોઇપણ શરીરની આકૃતિમાં ૫૩૦ ભેદમાંથી કોઇને કોઇ ભેદનો ઉદય ભોગવ્યા જ કરે છે. આથી જે વર્ણાદિ કમાનુસાર મલે તેમાં રાગાદિ પરિણામ કર્યા વગર ભોગવી લઇએ તો તે વર્ણાદિથી જલ્દી છૂટી શકાય.
આઠ સ્પર્શમાં ગુરૂ-શીત-કર્કશ અને રૂક્ષ એ ચાર સ્પર્શી અશુભ ગણાય છે. લઘુ-ઉષ્ણ-મૃદુ અને સ્નિગ્ધ આ ચાર સ્પર્શે શુભ ગણાય છે. આથી ૨૦ વર્ણાદિના ભેદમાંથી કૃષ્ણ-કાલો વર્ણ, નીલ વર્ણ, દુરભિગધ, કડવો રસ, તીખો રસ, ગુરૂ-શીત-કર્કશ અને રૂક્ષ સ્પર્શ એમ ૯ ભેદો અશુભ નામકર્મ રૂપે
Page 112 of 126
Page #113
--------------------------------------------------------------------------
________________
ગણાય છે અને બાકીના લાલ-પીળો-સફ્ટ-સુરભિગંધ-તુરો-ખાટો અને મીઠો, લઘુ-ઉષ્ણ-મૃદુ અને સ્નિગ્ધ સ્પર્શ એમ ૧૧ ભેદો શુભ નામકર્મ રૂપે ગણાય છે.
નરકાનુપૂર્વી - જીવને મરણ પામ્યા પછી કર્મના ઉદયથી નરકગતિ તરફ લઇ જાય તેને નરકાનુપૂર્વી નામકર્મ કહેવાય છે. તેનું કામ જીવને નરકમાં પહોંચાડવાનું હોય છે. નરકગતિ જે રીતે બંધાય છે તે રીતે તેની સાથે નરકાનુપૂર્વી પણ બંધાય છે પણ નરકગતિનો ઉદય જ્યાં સુધી હોય ત્યાં સુધી નરકાનુપૂર્વીનો ઉદય રહેતો નથી. સન્ની પંચેન્દ્રિય જીવો સાતમી નારકી સુધી નરકાનુપૂર્વીથી જઇ શકે છે. અસન્ની પંચેન્દ્રિય જીવો પહેલી નારકી સુધી જઇ શકે છે.
નરકગતિમાં નરકાનુપૂર્વીનો ઉદય વધારેમાં વધારે ત્રણ સમય સુધી જીવોને હોય છે. ત્રણ સમયથી વધારે સમય સુધી એનો ઉદય રહેતો જ નથી.
આનુપૂર્વી એટલે જે સ્થાનમાં જવા માટે જીવન સાથેને સાથે ગતિ કરાવે તે પણ ક્રમસર કરાવે તે આનુપૂર્વી કહેવાય છે.
આપણે આનુપૂર્વી નામકર્મ જેવા રસવાળી બાંધીને ઉદયમાં લાવીને ગતિ કરીએ છીએ એ અપેક્ષાએ અહીંના વાહનોની કે યંત્રોની ગતિ કેટલી ?
(૧) રાજલોક = અસંખ્યાતા કોટાકોટી યોજનનું અંતર આટલું અંતર પણ જીવ સુષુપ્તાવસ્થામાં આનુપૂર્વી નામકર્મના ઉદયથી ઉદ્ગલોકથી અધોલોક, તિરસ્કૃલોકથી અધોલોક અથવા અધોલોકથી ઉર્ધ્વલોક એક સમયમાં ગતિ કરી શકે છે. સાતરાજની કે ચોદરાજની ગતિ.
એક સમયમાં ચોદરાજલોક પહોંચી શકે એવા અચેતન પગલો પણ જગતમાં છે એટલે જીવ અને પુદગલની ગતિ એક સમયની આટલી હોય તો પછી અત્યારે એકબીજા પુદ્ગલોનું મિશ્રણ કરીને સાધના બનાવે અને એની ગતિ સારામાં સારી હોય એમાં નવાઇ શું છે ? નરકાનુપૂર્વી બંધાય પહેલા ગુણસ્થાનકે અને ઉદય પહેલા અને ચોથા ગુણસ્થાનકે હોય છે. બીજું ગુણસ્થાનક લઇને જીવ નરકમાં જતો નથી માટે બીજા ગુણસ્થાનકે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી.
તિર્યંચાનુપૂર્વી - જે જીવ તિર્યંચાયુષ્યનો બંધ કરતાં જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવને વિષે ભોગવવાનું નક્કી કરેલ હોય તે ક્ષેત્રને વિષે લઇ જઇ પહોંચાડનાર કર્મ તે તિર્યંચાનુપૂર્વી નામકર્મ કહેવાય છે તે ઉત્કૃષ્ટથી પાંચ સમય સુધી ઉદયમાં રહે છે અને જઘન્યથી એક સમય ઉદયમાં રહે છે.
બસનાડીમાંથી મરીને બસનાડીમાં ઉત્પન્ન થવા માટે જીવને જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી ત્રણ સમય હોય. બસનાડીની બહારથી ત્રસ નાડીમાંઉત્પન્ન થવા માટે જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી ચાર સમય અને બસનાડીના બહારના ભાગમાંથી બીજી બાજુ ત્રસનાડીની બહાર ઉત્પન્ન થવા માટે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી પાંચ સમય જીવને લાગે છે. એક સમય એટલે નાનામાં નાનો કાળનો અંશ જે એક આવલીકાનો અસંખ્યાતમો ભાગ રૂપે ગણાય છે. સિધ્ધશીલામાં જવા માટે માત્ર એક સમય જોઇએ છે. તિર્યંચાનુપૂર્વીનો બંધ પહેલા અને બોજા ગુણઠાણે થાય છે. ઉધ્ય પહેલા-બીજા અને ચોથા ગુણસ્થાનકે હોય.
છે.
અશુભ વિહાયોગતિ :- જે જીવની ચાલ હંસ આદિ કરતાં જુદા પ્રકારની હોય. ઉંટ અને ખર જેવી હોય તે અશુભ વિહાયોગતિ નામકર્મ કહેવાય છે.
પગ ઘસડીને ચલાય નહિ, ઠેકડા મારી મારીને કુદકા મારી મારીને ચલાય નહિ, દાડતા દોડતા ચલાય નહિ આનાથી અશુભ વિહાયોગતિ જોરદાર રસે બંધાય છે.
Page 113 of 126
Page #114
--------------------------------------------------------------------------
________________
કોઇની ચાલ સારી ન હોય તે જોઇને ઠઠ્ઠા મશ્કરી કરે તો તેનાથી અશુભ વિહાયોગતિ નામકર્મ બંધાય કે જેથી ભવાંતરમાં અપંગ બને એક પગ ટૂંકો મળે તેવું શરીર મલે રમત ગમતો રમવામાં, જોવામાં આનંદ આવે તેનાથી અશુભ વિહાયોગતિ નામકર્મ બંધાય છે.
અશુભ વિહાયોગતિ પહેલા બીજા ગુણસ્થાનકે બંધાય અને તેમાં સુધી ઉદયમાં હોય છે. ટી.વી. જોતાં જોતાં અને તે પછી તેની વાતો ચીતો કરવામાં અશુભ વિહાયોગતિ નામકર્મ બંધાય છે.
ઉપઘાત નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવ પોતાના અધિક કે સાકડા અવયવો અથવા નાના અવયવો કે અંગોપાંગ વગેરેથી પીડા પામે તે ઉપઘાત નામકર્મ કહેવાય. ઘણાં જીવોને છ આંગળી હોય, ઘણાંને રસોળી ફ્ટી હોય, ગાંઠ હોય એવા બધાથી એ જીવ પીડા પામતો જાય. સામેવાળો પણ દુઃખ કરે તે ઉપઘાત નામકર્મ.
ઉપઘાત નામકર્મ આઠમાં ગુણસ્થાનક સુધી સતત બંધાયા કરે છે અને તેરમા સુધી ઉદય હોય છે.
સ્થાવર નામકર્મ :- જીવની જે સ્થાને, જે ક્ષેત્રને વિષે ઉત્પત્તિ થયેલી હોય તે ક્ષેત્રને વિષે જેટલું આયુષ્ય હોય ત્યાં સુધી જીવને સ્થિર રાખે તે સ્થાવર નામકર્મ કહેવાય છે.
અનાદિકાળથી જીવો અનુકૂળતામાં ઇચ્છાવાળા અને પ્રતિકૂળતાઓમાં અનિચ્છાવાળા હોય છે. દરેકને પ્રતિકૂળતા પસંદ નથી. અનુકૂળતાની આશામાં ને આશામાં જીવતા હોય છે પણ આ જીવો (સ્થાવર જીવો) એક સ્થાનેથી બીજા સ્થાને જઇ શકતા નથી. વધારેમાં વધારે એ સ્થાને સ્થિરતા કરે તો બાવીશ. હજાર વર્ષ સુધી કરે છે પછી ત્યાંને ત્યાં જન્મ મરણ કર તો અસંખ્યાતી ઉત્સરપિણી અને અસંખ્યાતી અવસરપીણી સુધી કરે છે. આપણે અનંતીવાર આવી રીતે જન્મ મરણ કરીને આવ્યા છીએ.
અનુકળતામાં જેટલો રાગ અને પ્રતિકૂળતામાં જેટલો દ્વેષ જેટલી તીવ્રતાથી કરીએ તેનાથી સ્થાવર નામકર્મ બંધાય છે.
કુટુંબ પ્રત્યેનું મમત્વ રાખીને-વધારીને જેટલો ભગવાનની ભક્તિ કરીએ તેનાથી સ્થાવર નામકર્મ બંધાય એટલે એકેન્દ્રિયમાં જવાલાયક કર્મ બંધાય છે.
જેટલું કુટુંબ પ્રત્યેનું મમત્વ ઓછું નિર્લેપતા જેટલી વધે તેટલું સ્થાવર નામકર્મનું દુ:ખ ઓછું ભોગવવાનું બંધાય છે.
જેટલી કુટુંબ પ્રત્યેની નિર્લેપતા આવે એટલો વાત્સલ્ય ભાવ પેદા થતો જાય.
મળેલા માનવ જીવનમાં રાગદ્વેષ રાખ્યા વગર, આવેલું દુ:ખ નહિ ભોગવીએ તો ફ્રી દુ:ખ ભોગવવા જવું પડશે. સ્થાવર નામકર્મ પહેલા ગુણઠાણે બંધાય છે અને પહેલા અને બીજા ગુણઠાણા સુધી ઉદયમાં હોય છે.
સૂક્ષ્મ નામકર્મ - એક કે વધુ શરીરોનો સમુદાય ચક્ષુનો વિષય ન બને એટલે કે જે શરીરો અસંખ્યાતા ભેગા થાય તોય ચૌદ પૂર્વીઓ-દશપૂર્વીઓ-અવધિજ્ઞાની કે મન:પર્યવજ્ઞાની જીવો પણ જોઇ ના શકે તે સુક્ષ્મ નામકર્મ કહેવાય છે. આ સુક્ષ્મ નામકર્મના ઉદયવાળા જીવોને કેવલજ્ઞાની સિવાય કોઇ જોઇ શકતું નથી.
અનંતી ઉત્સરપિણી અવસરપિણી સુધી જન્મમરણ કરતો કરતો જીવ સૂક્ષ્મ શરીરને અનંતીવાર પ્રાપ્ત કરે છે. આપણે આપણા શરીરની જેટલી આસક્તિ વધારે કરીએ. મારું શરીર જરાય બગડવું ન જોઇએ ચોખું જ રહેવું જોઇએ આવી શરીરની સુખાકારી રાખવાની વિચારણા તે સૂક્ષ્મ નામકર્મ બંધાવે છે. ચૌદપૂર્વીઓ પણ મરીને અત્યારે સૂક્ષ્મ નિગોદરૂપે અનંતા રહેલા છે.
Page 114 of 126
Page #115
--------------------------------------------------------------------------
________________
જેટલી નિર્લેપતા શરીરની વધુ એટલું જલ્દી છૂટાય, દરેક કામ રાગ વગર કરવું કે જેથી મોહનીય કર્મનું ઝેર ચડે નહિ.
સૂક્ષ્મ નામકર્મ પહેલા ગુણઠાણે બંધાય છે અને ઉદયમાં હોય છે. પુણ્યથી વસ્તુ મલે તો સાચવવાની ના નથી પણ તેમાં મમત્વ રાખવું નહિ.
ચૌદપૂર્વીઓ નિગોદમાં એક મમત્વના કારણે જાય તો પછી આપણી શું સ્થિતિ ? કેટલા સાવધ રહેવું પડે એ વિચારો.
અપર્યાપ્ત નામકર્મ :- જે જીવોને જેટલી જેટલી પર્યાદ્ધિઓ કહેલી છે તેમાંની છેલ્લી પર્યાપ્તિ અધુરીએ જીવ મરણ પામે તે અપર્યાપ્ત નામકર્મનો ઉદય કહેવાય છે.
દરેક જીવો પહેલી ત્રણ પર્યાતિઓ એટલે આહાર, શરીર, ઇન્દ્રિય પર્યાદ્ધિઓ પૂર્ણ કરે જ છે કારણ કે તે સિવાય પરભવનું આયુષ્ય જીવને બંધાતું નથી અને પરભવના આયુષ્યને બાંધ્યા વગર સંસારી જીવ મરણ પામે નહિ. માટે ત્રણ પર્યાપ્તિઓ દરેક પૂર્ણ કરે જ.
સાધારણ નામકર્મ :- એક શરીરને વિષે અનંતા જીવોની પ્રાપ્તિ થાય એટલે અનંતા જીવોના સમદાય વચ્ચે એક શરીરની પ્રાપ્તિ થાય તે સાધારણ નામકર્મ કહેવાય છે. અનંતા જીવોને પરસ્પર દ્વેષ બુદ્ધિ ચાલુજ હોય છે. સંકોચ અથવા સંકડાશ હોવાના કારણે બધાયને પોતાના શરીર પ્રત્યેના મમત્વના કારણે દ્વેષ ઉત્પન્ન થયા જ કરે છે.
અસ્થિર નામકર્મ - મસ્તક, હાડકાં, દાંત વગેરે શરીરના અવયવો સિવાયના જે અંગોપાંગા અસ્થિરપણે જીવને પ્રાપ્ત થાય તે અસ્થિરનામકર્મ કહેવાય. જેમકે પડજીભી જીભની અંદરની નાની એક જીભ છે તે આ કર્મના ઉદયથી છે.
અશુભ નામકર્મ - જીવને નાભિથી નીચેના જે અવયવો પ્રાપ્ત થાય તે અશુભ નામકર્મના ઉદયથી જાણવા.
| દુર્ભગ નામકર્મ :- ઉપકારાદિ નહિ કરવા છતાં અથવા કરવા છતાં જીવોને અપ્રિય થાય તે દુર્ભગ નામકર્મ કહેવાય છે.
જે જીવોનું શરીર સારું હોય, સારી રીતે દેખી શકાય છતાંય તે જીવોને બોલાવવાનું મન ન થાય તે દુર્લગ નામકર્મનો ઉદય કહેવાય છે.
સંયુક્ત કુટુંબમાં પોતાના દીકરાની જેટલી કાળજી રાખે તેટલી ભાઇ કે બેનના દિકરાની કાળજી રાખે નહિ. આવા બધાથી જીવને દુર્ભગ નામકર્મ બંધાય છે.
વાત્સલ્યભાવ બધા પ્રત્યે એક સરખો હોય નહિ એટલે મારે તો બધાય સરખા જ ગણાય આવો વિચાર ન હોય તો દુર્લગ નામકર્મ બંધાય છે.
દુસ્વર નામકર્મ :- જે જીવના કંઠમાંથી સ્વર સુંદર નીકળવાને બદલે ખરાબ નીકળે સ્વર સાંભળવો. ગમે નહિ તે દુસ્વર નામકર્મ કહેવાય છે. સારો અવાજ કોઇનો સાંભળી આનંદ પામીએ અને કોઇનો ખરાબ અવાજ સાંભળી નારાજ થઇએ તો પણ સ્વર નામકર્મ બંધાય છે. સારા અવાજવાળાને વારંવાર સાંભળીયે એવી ઇચ્છા પેદા કરવી નહિ. પોતાનો સારો સ્વર જાણી સંભળાવી વખાણ કરે, કોઇને સાંભળવાની ઇચ્છા વારંવાર થાય તો સારું એવી ઇચ્છા પણ કરવી નહિ કારણ તેનાથી બીજાને રાગાદિ પેદા થાય છે અને આપણા પણ રાગાદિ વધે છે.
અનાદેય નામકર્મ - યુક્તિયુક્ત બોલાયેલું ઉચિત વચન પણ લોકમાં માન્ય ન થાય તે અનાદેયા
Page 115 of 126
Page #116
--------------------------------------------------------------------------
________________
નામકર્મ કહેવાય. જીવનો અનાદેય નામકર્મનો ઉદય ચાલતો હોય તો સાચું વચન પણ ખોટું લાગે તેમાં રાગાદિ કરવાના નહિ. નહિતર અનાદેય નામકર્મ જોરદાર રસે બંધાતુ જાય.
ગૃહસ્થોના ઘરોમાં પહેલા ત્રણ પ્રકારની સામાચારી ચાલતી હતી.(૧) ઇચ્છાકાર, (૨) મિથ્યાકાર, (૩) તથાકાર.
(૧) ઇચ્છાકાર એટલે પોતાનાથી કોઇપણ નાના જીવની પાસે કામ કરાવવાનો વખત આવે તો કહેતા તને અનુકૂળતા છે આટલું કરી શકશો ? કરવાનું છે ? અને મોટાની પાસે કામ કરાવવાનો વખત આવે ત્યારે વિનયપૂર્વક પૂછતાં તેમાં જો અનુકૂળતા નથી એમ કહે એટલે
(૨) મિચ્છાકાર - મિચ્છામિ દુક્કડં મારા કહેવાથી તમોને જો કાંઇ દુઃખ લાગ્યું હોય તો હું મિચ્છામિ દુક્કડં આપું છું એમ જે કહેવું તે.
(૩) તથાકાર - કામ કરવાનું કહે તો તહત્તિ કરે તે પ્રકારે હું કરીશ એ રીતનો જે સ્વીકાર કરવો તે તથાકાર આ પ્રમાણે જીવન વર્તમાનમાં શરૂ થઇ જાય તો બધા ઝઘડા બંધ થઇ જાય અને કોઇને જરાય મનદુ:ખ ન થાય. અત્યારે દરેકને આજ્ઞા કરી કરીને જીવતા થયા માટે બધો વ્યવહાર બગડ્યો છે. માટે આ બધી નામકર્મની પ્રકૃતિઓ જીવોને જીવન જીવતા શીખવાડે છે.
અપયશ નામકર્મ :- સારું કાર્ય કરેલું હોવા છતાં મધ્યસ્થીને પણ અપ્રશંસનીય બને તે અપયશ
નામકર્મ.
ગમે તેટલી સારી મહેનતથી સારૂં કામ કરતો હોય છતાંય કોઇ એને સારૂં કહે નહિ. યશ મળવાને બદલે તેની ભૂલો જ બતાવતા હોય તેને અપયશ નામકર્મ કહે છે. કોઇએ સારૂં કામ મન, વચન, કાયાથી કરેલ હોય છતાંવખાણવાને બદલે વખોડવાનું મન થાય એ પણ અપયશ. બીજા પાસેથી કામ કઢાવવા પ્રોત્સાહન આપીને કામ કરાવનારને પણ અપયશ નામકર્મ બંધાય. પોતાનું સારૂં લાગે એવી વિચારણાથી કામ કરે તો પણ અપયશ બંધાય. વાત્સલ્ય ભાવથી કામ કરાવો તો આ અપયશ બંધાય નહિ. સામા માણસનું કામ કરવામાં આપણા રાગાદિ પોષાવા જોઇએ નહિ. પોતાનું કામ મારી ફરજ છે એમ માનીને કરવું. કોઇનું કામ કર્યા પછી જેટલા વખાણ સાંભળવા ગમે તેનાથી આપણા આત્માને ભયંકર નુક્શાન થાય છે. અનુમોદના કરવી હોય તો તે વ્યક્તિની હાજરીમાં કરવી નહિ. નિઃસ્વાર્થ બુધ્ધિ, હિતબુધ્ધિથી કોઇનું કામ કરીએ તેનાથી આ કર્મ બંધાતું નથી પણ તેમાં સ્વાર્થવૃત્તિ રાખીને પ્રવૃત્તિ કરો તેનાથી અપયશ નામકર્મ બંધાય છે. આનો બંધ ૧ થી ૬ ગુણઠાણા સુધી અને ઉદય ૧ થી ૪ ગુણઠાણા સુધી હોય છે. ૧. સ્થિર શુભ સુભગ સુસ્વર આદેય યશ
૨.
સ્થિર
૪.
૫.
૬.
અશુભ સુભગ સુસ્વર આદેય યશ ૩. અસ્થિર શુભ સુભગ સુસ્વર આદેય યશ અસ્થિર અશુભ સુભગ સુસ્વર અદેય યશ સ્થિર શુભદુર્ભગ સુસ્વર આદેય યશ સ્થિર અશુભ દુર્ભગ સુસ્વર આદેય યશ અસ્થિર શુભ દુર્ભગ સુસ્વર આદેય યશ અસ્થિર અશુભ દુર્ભગ સુસ્વર આદેય યશ સ્થિર શુભ સુભગ દુસ્તર આદેય અશુભ સુભગ દુસ્તર આદેય
9.
યશ
યશ
Page 116 of 126
૮.
; te
૧૦. સ્થિર
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૧. અસ્થિર શુભ સુભગ દુસ્વર આદેય યશ ૧૨. અસ્થિર અશુભ સુભગ દૂસ્વર આદેય યશા ૧૩. સ્થિર શુભ દુર્ભગ દુવર આદેય યશ ૧૪. સ્થિર અશુભ દુર્ભગ દુસ્વર આદેય યશ ૧૫. અસ્થિર શુભ દુર્ભગ દુસ્વર આદેય યશ ૧૬. અસ્થિર અશુભ દુર્ભગ દુસ્વર આદેય યશ ૧૭. સ્થિર શુભ સુભગ સુસ્વર અનાદેય યશ ૧૮. સ્થિર અશુભ સુભગ સુસ્વર અનાદેય યશ ૧૯. અસ્થિર શુભ સુભગ સુસ્વર અનાદેય યશ ૨૦. અસ્થિર અશુભ સુભગ સુસ્વર અનાદેય યશ ૨૧. સ્થિર શુભ દુર્ભગ સુસ્વર અનાદેય યશ ૨૨. સ્થિર અશુભ દુર્ભગ સુસ્વર અનાદેય યશ ૨૩. અસ્થિર શુભ દુર્ભગ સુસ્વર અનાદેય યશ ૨૪. અસ્થિર અશુભ દુર્ભગ સુસ્વર અનાદેય યશ. ૨૫. સ્થિર શુભ સુભગ દુસ્વર અનાદેય યશ ૨૬. સ્થિર અશુભ સુભગ દુસ્વર અનાદેયયશ ૨૭. અસ્થિર શુભ સુભગ દુસ્વર અનાદેય યશ ૨૮. અસ્થિર અશુભ સુભગ દુસ્વર અનાદેય યશ ૨૯. સ્થિર શુભ દુર્ભગ દુસ્વર અનાદેય યશ ૩૦. સ્થિર અશુભ દુર્ભગ દુસ્વર અનાદેય યશ ૩૧. અસ્થિર શુભ દુર્ભગ દુસ્વર અનાદેય યશ ૩૨. અસ્થિર અશુભ દુર્ભગ દુસ્વર અનાદેય યશ. ૩૩. સ્થિર શુભ સુભગ સુસ્વર આદેય અયશ ૩૪. સ્થિર અશુભ સુભગ સુસ્વર આદેય અયશ ૩૫. અસ્થિર શુભ સુભગ સુસ્વર આદેય અયશા ૩૬. અસ્થિર અશુભ સુભગ સુસ્વર આદેય અયશા ૩૭. સ્થિર શુભ દુર્ભગ સુસ્વર આદેય અયશા ૩૮. સ્થિર અશુભ દુર્ભગ સુસ્વર આદેય અયશ ૩૯. અસ્થિર શુભ દુર્ભગ સુસ્વર આદેય અયશા ૪૦, અસ્થિર અશુભ દુર્ભગ સુસ્વર આદેય અયશા ૪૧. સ્થિર શુભ સુભગ દુસ્વર આદેય અયશ ૪૨. સ્થિર અશુભ સુભગ દૂસ્વર આદેય અયશ ૪૩. અસ્થિર શુભ સુભગ દુસ્વર આદેય અયશ ૪૪. અસ્થિર અશુભ સુભગ દુસ્વર આદેય અયશ ૪૫. સ્થિર શુભ દુર્ભગ દુસ્વર આદેય અયશ
Page 117 of 126
Page #118
--------------------------------------------------------------------------
________________
૪૬. સ્થિર અશુભ દુર્ભગ દુસ્વર આદેય અયશા ૪૭. અસ્થિર શુભ દુર્ભગ દુવર આદેય અયશ ૪૮. અસ્થિર અશુભ દુર્ભગ દુસ્વર આદેય અયશા ૪૯. સ્થિર શુભ સુભગ સુસ્વર આદેય અયશ ૫૦. સ્થિર અશુભ સુભગ સુસ્વર અનાદેય અયશ ૫૧. અસ્થિર શુભ સુભગ સુસ્વર અનાદેય અયશા પ૨. અસ્થિર અશુભ સુભગ સુસ્વર અનાદેય અયશ. ૫૩. સ્થિર શુભ દુર્ભગ સુસ્વર અનાદેય અયશા ૫૪. સ્થિર અશુભ દુર્ભગ સુસ્વર અનાદેય અયશ પપ. અસ્થિર શુભ દુર્ભગ સુસ્વર અનાદેય અયશા પ૬. અસ્થિર અશુભ દુર્ભગ સુસ્વર અનાદેય અયશ. પ૭. સ્થિર શુભ સુભગ દુસ્વર અનાદેય અયશા ૫૮. સ્થિર અશુભ સુભગ દુસ્વર અનાદેય અયશ ૫૯. અસ્થિર શુભ સુભગ દુસ્વર અનાદેય અયશ ૬૦. અસ્થિર અશુભ સુભગ દુવર અનાદેય અયશ. ૬૧. સ્થિર શુભ દુર્ભગ દુવર અનાદેય અયશ ૬૨. સ્થિર અશુભ દુર્ભગ દુવર અનાદેય અયશ, ૬૩. અસ્થિર શુભ દુર્ભગ દુસ્વર અનાદેય અયશ ૬૪. અસ્થિર અશુભ દુર્ભગ દુસ્વર અનાદેય અયશ
આ ચોસઠ વિકલ્પોમાંથી કોઇને કોઇ વિકલ્પ સન્નીપર્યાપ્તા તિર્યંચ અને સન્ની પર્યાપ્તા મનુષ્યને લાયક પ્રકૃતિઓ જે જે જીવો બાંધતા હોય છે ત તે જીવો અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત આમાંના કોઇને કોઇ વિકલ્પનો બંધ કર્યા કરે છે.
ગોત્ર શર્મ
જે કુલ અને જાતિને વિષે ધર્મ અને નીતિનું પાલન બરાબર જળવાઇ રહે એટલે કે તેનું પાલન કરતાં કરતાં પોતાનું જે જીવન જીવાય. ગમે તેવા પ્રસંગમાં પણ તેની મર્યાદાનું ઉલ્લંઘન ન થાય. દુ:ખ આવે તો દુ:ખ પણ સહન કરે અને પુણ્યોદયથી ગમે તેટલી સુખની સામગ્રી મળેલી હોય તો પણ તેની મર્યાદા એટલે કુલ અને જાતિની મર્યાદા જાળવીને એટલે ધર્મ અને નીતિને મુક્યા વગર જે જીવન જીવાય તે ઉચ્ચ ગોત્રકર્મ કહેવાય છે. ધર્મ એટલે બાપદાદાથી જે ચાલ્યો આવતો હોય છે અને નીતિ એટલે જે માલિક હોય. તેને ઠગે નહિ. સ્વજનને ઠગે નહિ. મિત્ર વર્ગને ઠગે નહિ, અને જે કોઇ ભોળો, સરલ માનવ પોતાના ઉપર વિશ્વાસ મુકે તેને ઠગવો નહિ તે નીતિ કહેવાય છે.
જે કુલ અને જતિને આશ્રયીને પરંપરાથી ચાલ્યો આવતો ધર્મ અને નીતિ બન્નેનો નાશ કરે અથવા ધર્મનો નાશ કરે નીતિ જાળવી રાખે અથવા ધર્મ જાળવી રાખે અને નીતિનો નાશ કરે તેવી રીતે જે જીવન જીવવું તે નીચ ગોત્રનો ઉદય ગણાય છે. આ વ્યવહારથી જે બાપદાદાની ચાલી આવતી આબરૂ હોય છે તે નષ્ટ થાય છે. અને તેના કારણે આ જીવન જીવતાં જે પાપ ઉપાર્જન થાય છે તેનું ફળ લગભગ મોટા ભાગે
Page 118 of 126
Page #119
--------------------------------------------------------------------------
________________
આ ભવમાં પણ ઉદયમાં આવે છે. અને ભોગવવું પડે છે. આજનાં કાળમાં લગભગ મોટા ભાગે માનવના જીવન જોઇએ તો બાપ દાદાની ચાલી આવતી નીતિ આદિનો નાશ કરીને જીવન જીવતા થયા છે. તેના પ્રતાપે પોતાનાથી બીજાને સુખી જુએ એટલે ગમે તેમ કરીને પણ તેના જેવો અથવા તેનાથી અધિક સુખી કેમ થાઉ. એ ભાવના રહ્યા જ કરે છે અને તે ભાવનાને પુરૂષાર્થથી સળ કરવા નીતિ આદિનો નાશ કરી જીવન જીવતાં થાય છે. એટલે આજે આ પાંચમા આરામાં જ્ઞાની ભગવંતોએ કહેલી વ્યાખ્યા મુજબ ઉચ્ચ ગોત્રના ઉદયવાળા શોધવા હોય તો જવલ્લે જ મલે એમ લાગે છે. ભલે વ્યવહારમાં લેતી દેતી આદિના. કારણે સારૂ કુળ અને સારી જાતિ ગણાતી હોય પણ જે રીતનું વર્તન ચાલે છે તે ખુબ જ વિચારણીય છે.
આજ ભાવના અને પરિણામ એટલે વિચારોના કારણે જે ધર્મ હોય તે ધર્મની પ્રવૃત્તિ જીવનમાં ચાલુ રહે છે. પણ અંતરમાં ધર્મ પેદા કરવા મને ધર્મ કેટલો સ્પર્યો. અંતરમાં કેટલો પેદા થયો અને હું અંતરના ધર્મથી કેટલો આગળ વધી રહ્યો છું. એ જોવાની, જાણવાની દરકાર લગભગ નષ્ટ થતી જાય છે. માટે આ વ્યાખ્યા મુજબ એક પ્રકારનો નીચ ગોત્રનો ઉદય ગણાય છે.
નીચગોત્રનો બંધ નરકગતિની સાથે અવશ્ય થાય તથા નરકગતિના ઉધ્યની સાથે નિયમો નીચગોત્રનો જ ઉદય હોય છે.
એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસન્ની, સન્ની પંચેન્દ્રિય તિર્યચોમાં એટલે એ તિર્યંચ ગતિના બંધની સાથે નિયમો નીચ ગોત્ર જ બંધાય છે. તેમજ એ તિર્યંચ ગતિના ઉદયની સાથે પણ નિયમાં નીચગોત્રનો જ ઉદય હોય છે.
દેવગતિની સાથે બંધમાં નિયમા ઉચ્ચગોત્ર બંધાય છે. એવી જ રીતે દેવગતિના ઉદયની સાથે પણ નિયમાં ઉચ્ચ ગોત્રનો જ ઉદય હોય છે.
જ્યારે મનુષ્ય ગતિના બંધની સાથે ઉચ્ચગોત્રનો બંધ હોય અને નીચગોત્રનો બંધ પણ હોય છે. એવી જ રીતે મનુષ્યગતિના ઉદયની સાથે ઉચ્ચ ગોત્રનો ઉદય પણ હોય છે અને નીચગોત્રનો ઉદય પણ હોય છે.
અસન્ની અપર્યાપ્તા મનુષ્યોની સાથે તથા સન્ની અપર્યાપ્તા મનુષ્યોની સાથે નિયમ નીચ ગોત્રનો જ બંધ અને ઉદય હોય છે.
આ ગોત્રકર્મની વિશેષતા છે.
ઉચ્ચગોત્રનો બંધ એકથી ૧૦ ગુણસ્થાનક સુધી હોય છે. તેમાં પહેલા ગુણસ્થાનકે ચારે ય ગતિ પરાવર્તમાન રૂપે બંધાતી હોવાથી ઉચ્ચગોત્ર અને નીચગોત્ર પરાવર્તમાન રૂપે બંધાય છે.
- બીજા ગુણસ્થાનકે નરકગતિ સિવાય ત્રણ ગતિ પરાવર્તમાન રૂપે બંધાય છે માટે ત્યાં પણ ઉચ્ચગોત્રા અને નીચગોત્ર પરાવર્તમાન રૂપે બંધાય છે.
ત્રીજા ગુણસ્થાનકથી સન્ની પર્યાપ્ત રૂપે મનુષ્યગતિ અને દેવગતિ બંધાતી હોવાથી તેની સાથે નિયમા. ઉચ્ચગોત્ર બંધાય છે.
ઉચ્ચગોત્રનો ઉદય ચૌદમા ગુણસ્થાનકના અંત સુધી હોય છે. નીચગોત્રનો બંધ પહેલા અને બીજા ગુણસ્થાનકે હોય છે અને ઉદય પાંચમાં ગુણસ્થાનક સુધી હોય
તિર્યંચ ગતિનો ઉદય પાંચમાં ગુણસ્થાનક સુધી હોવાથી ત્યાં સુધી નીચ ગોત્રનો ઉદય જણાવેલ છે. મનુષ્યગતિમાં રહેલો જીવ દાનાદિ ધર્મની આચરણા કરે અને કોઇ વિશિષ્ટ વ્રત નિયમ આદિના પચ્ચક્ખાણ
Page 119 of 126
Page #120
--------------------------------------------------------------------------
________________
લીધેલા હોય તો તેઓને જોતાની સાથે-સાંભળતાની સાથે અહોભાવ પેદા થાય છે તે જે અહોભાવ પેદા થવો. એ ઉચ્ચ ગોત્રનો ઉદય ગણેલો છે. એટલા જ માટે હરિફેષી મુનિ નીચ કુળમાં ઉત્પન્ન થયેલા હોવા છતાં જ્યારે સંયમનો સ્વીકાર કરે છે ત્યારે લોક પૂજ્ય બને છે અને પૂજ્ય ભાવને પામે છે. તે ઉચ્ચ ગોત્રના ઉદયા રૂપે કહેવાય છે. એવી જ રીતે રાજગૃહી નગરીમાં રહેતા કઠીયારાએ સંયમનો સ્વીકાર કર્યો છે અને લોકોને સમજુતી ન હતી ત્યાં સુધી કઠીયારા રૂપે લોક કહેતું હતું. જ્યારે અભયકુમારે સૌને સમજુતી આપી. ત્યારથી લોકના અંતરમાં પૂજ્ય ભાવ પેદા થયો અને તે રૂપે સંયમી તરીકે માનવા લાગ્યા કે આતો કાચા પાણીને અડે નહિ. સ્ત્રીને પણ સ્પર્શ કરે નહિ, અને અગ્નિને પણ સ્પર્શ કરે નહિ. આવા ભાવથી પૂજ્ય ભાવ પેદા થયો ત્યારથી ઉચ્ચ ગોત્રનો ઉદય શરૂ થયો ગણાય છે.
નીચ ગોત્ર બાંધવાના નવ કારણો કહેલા છે. (૧) બીજા જીવોને એટલે પોતા અને પોતાના ગણાતા સિવાય જીવોની નિંદા કરવી.
(૨) પોતાને અને પોતાના સિવાયના બીજા જીવોની અવજ્ઞા કરવી. જ્યારે પૈસો અને સુખ માનવી પાસે વધે છે અને તે વધતુ ટકી રહે છે એટલે મોટા ભાગે બીજા જીવો પ્રત્યેની અવજ્ઞા દોષ ચાલુ થઇ જતો દેખાય છે.
(3) પોતાના અને પોતાના સિવાયના નાના માણસોની કે તેની પાસે પૈસો અને સુખની સામગ્રી: પોતાના જેટલી નથી. પોતાનાથી ઓછી હોય છે એટલે વાત વાતમાં તેની મશ્કરી કરતા જાય છે.
(૪) આજ રીતે પોતાના અને પોતાના ગણાતા કુટુંબી સિવાયના અન્ય જનોમાં કોઇ વિશિષ્ટ સારા ગુણો દેખાય તો પણ તે ગુણોના વખાણ કરવાના બદલે પોતાની પાસે પૈસો સુખ અને સત્તા પોતાના પ્રમાણમાં મળેલી હોવાથી તેના ગુણોને એટલે બીજાના ગુણોને છુપાવી છુપાવીને બોલતો હોય છે.
(૫) બીજા જીવોનાં છતાં એટલે પ્રગટ દોષો અને અછતાં એટલે ખાનગી દોષો પોત જાણતો હોય તો તેને બોલવાથી એટલે બીજા પાસે પ્રગટ કરવાથી.
(૬) પોતાનામાં ગુણો ન હોવા છતાં પણ ગુણો બોલવાથી બીજાની પાસે પોતાના ગુણો પ્રગટ કરવાથી..
(9) છતાં એટલે પ્રગટ અને અછતાં એટલે અપ્રગટ. પોતાના ગુણોની પ્રશંસા કરવાથી એટલે જ્યારે જે કોઇ મળે તેની પાસે અમે આમ ને અમે તેમ આમ કરવાથી અમે આગળ આવ્યા જો એ પ્રમાણે હિંમત કરીને કામ ન કર્યું હોત તો તમારી જેમ અમારે રોવાનો કે બેસવાનો વખત આવત. ઇત્યાદિ પોતાની જ પ્રશંસા કર્યા કરવી તે.
(૮) પોતાના દોષોને ઢાંકવા છતાં પણ કોઇ કદાચ દોષ બતાવે તો પણ તમે કેવા ચોખ્ખા છો. એ અમને ખબર છે. ઇત્યાદિ વાતો કરીને પોતાના દોષોને ઢાંકવાનો પ્રયત્ન કરવો.
(૯) જાતિમદ-કુલમદ, ઐશ્વર્ય મદ આદિ આઠ પ્રકારના મદમાંથી કોઇને કોઇ મદનું સેવન કરવું. આ કારણો નીચ ગોત્રના બંધના કારણ રૂપે કહેલા છે.
આઠ મદના નામો : ૧. કુળ મદ, ૨. જાતિ મદ, ૩. બળ મદ, ૪. રૂપ મદ, ૫. તપ મદ, ૬. ઐશ્વર્ય મદ, ૭. વિધા મદ અને ૮. લાભ મદ.
નીચ ગોત્ર
પહેલાના કાળમાં લગ્ન પરંપરામાં કુળના સંસ્કાર નીતિ, રીતિ વગેરે બધુ જોવાતું હતું. આજે તો.
Page 120 of 126
Page #121
--------------------------------------------------------------------------
________________
પૈસો અને
સુખ જોવાય છે. સામેના પાત્રમાં ગુણકેવા છે ? સંસ્કાર કેવા છે ? તે જોવાતું હતું આજે લગભગ મોટે ભાગે લેતી દેતીમાં પૈસો અને સુખ જ જોતા થઇ ગયા જે કુળ સારા ગણાતા હતા તે પૈસાના લોભે સંસ્કારની મર્યાદા વગરના થઇ ગયા. આજે કોઇપણ પ્રકારની મર્યાદા વગરના થઇ ગયા. આજે કોઇપણ
પ્રકારની મર્યાદા જેવું રહ્યું નથી. આ બધુ બનવાનું મૂળ કારણ પૈસાનો લોભ અને સુખ મળવવાની ઇચ્છા. નીતિ નિયમ અને ધર્મ વચ્ચે લાવવો નહિ એવી વિચાર શરણીથી જીવન જીવાય તે નીચગોત્રનો ઉદય કહેવાય. નીચગોત્રના સંસ્કારવાળો ઉચ્ચગોત્રમાં જન્મે તોય એના સંસ્કાર મુજબ ઉચ્ચગોત્રનો નાશ કરે છે. રહેણી કરણી લગભગ એ પ્રકારની થઇ ગઇ છે.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના આત્મા એ મરીચિના ભવમાં મારા દાદા પહેલા તીર્થંકર, મારા બાપા પહેલા ચક્રવર્તિ અને હું પહેલો વાસુદેવ થઇશ. આ રીતે વિચારણાની સ્થિરતા પેદા કરીને નીચગોત્ર બાંધ્યું અને એનો રસ એવો જોરદાર બાંધ્યો છે કે અસંખ્યાતા ભવો સુધી નીચગોત્રનો રસ ભોગવવા છતાંય છેલ્લા સત્તાવીશમાં ભવ પણ એમને ભોગવવું પડ્યું છે. બ્યાસી દિવસ સુધી દેવાનંદાની કુક્ષિમાં રહેવું પડ્યું એ રીતે નીચગોત્ર ભોગવવું પડ્યું. આગળના કાળમાં નીચગોત્ર વાળાની સાથે વેપાર ધંધો પણ કરતા ન હતા. મુસલમાન બ્રાહ્મણ વૈશ્ય વગેરેની સાથે ધંધો વગેરે પણ થાય નહિ તેમના સંગથી આપણી બુધ્ધિના
પરિણામ બગડ્યા વગર રહે નહિ. મિથ્યાત્વીનો પરિચય પણ કરવાનો નિષેધ છે. મિથ્યાત્વીના પરિચયથી
સમકીત જાય. હોટલનું ખાવાનું ખાવું નહિ, જ્યાં ત્યાં પાણી પીવું નહિ. નહિતર આપણી સારી વિચાર ધારાનો નાશ થાય.
બહુમતી હંમેશા નિગોદની છે. સમાજ કુટુંબ કોઇને રોકાય એમ નથી. આપણે આપણી જાતને રોકવાની છે. ધર્મક્રિયામાં સારા વિચાર નથી આવતા તે આજ કારણે મહાપુરૂષોએ કહેલા વચનોનું પાલન કરવાના વિચાર ન આવે તે આજ કારણે. વ્યાખ્યાનની પાટે ભગવાને જે કહ્યું તે જ બોલાય. નીચગોત્રના ઉદયને નિફ્ક્ત કરો તોજ વિચારધારા સુધરે.
અંતરાય ડ
કોઇપણ જીવને કોઇ પણ બાબતમાં અટકાવ એટલે વિઘ્ન કરવાથી અંતરાય કર્મ બંધાય છે. જેમ વ્યવહારમાં કહેવાય છે કે કોઇને પાણીનો અંતરાય કરતાં ભવાંતરમાં પાણી ન મળે. અન્નનો અંતરાય કરવાથી ભવાંતરમાં અન્ન ન મળે, એવી રીતે દાન દેવામાં, લાભ પેદા કરવામાં કોઇને ભોગવવાના, વારંવાર ભોગવવાના પદાર્થોમાં તથા મન-વચન-કાયાના વીર્ય એટલે શક્તિને નહીં ઉપયોગ કરવામાં અંતરાયનું કર્મ બંધાય છે. તેના પાંચ ભેદ છે.
૧. દાનાંતરાય, ૨. લાભાંતરાય, ૩. ભોગાંતરાય, ૪. ઉપ ભોગાંતરાય અને ૫. વીર્યંતરાય કર્મ.
(૧) દાનાંતરાય :- દાન દેવાની શક્તિ છે. સામગ્રી છે, આપી શકે એટલી સામગ્રી હોવા છતાં ય સામે સુપાત્ર-પાત્ર હોવા છતાંય દાન આપવાનું મન ન થાય, તે દાનાંતરાય કર્મ. રાજગૃહી નગરીને વિષે
શ્રેણિક મહારાજાને ત્યાં જ કપિલા નામની દાસી હતી. એને કોઇ દિવસ કોઇને પણ દાન દેવાની ભાવના જ થતી ન હતી. ચોથો આરો હતો. જ્યાં શ્રી શ્રમણ ભગવાન મહાવીર મહારાજા વિચરતાં હતા તે દેશ રાજગૃહી નગરી હોવા છતાં ભગવાનનો અતિશય પણ તેને સુધારીને દાન દેવરાવી શક્યો નથી. જ્યારે શ્રેણિક રાજાએ ભગવાનને પૂછયું કે ભગવાન્, મારી નરક કઇ રીતે તૂટે ? ત્યારે ભગવાને કહ્યું કે તારે ત્યાં રહેલી કપિલા નામની દાસી પોતાના હાથે દાન આપે તો તારી નરક તૂટી જાય. શ્રેણિક રાજા કહે છે કે,
Page 121 of 126
Page #122
--------------------------------------------------------------------------
________________
એમાં શું મોટી વાત છે. આજે જ જાઉં અને કપિલાને કહ્યું કે આ મારી સામગ્રી તને દાનમાં આપવા માટે આપું છું. તારા હાથે આપ અને ઘરે આવી રાજાએ કહ્યું ત્યારે કપિલા દાસી કહે છે કે હું દાન આપું જ નહિ, ઘણું કહ્યા છતાં માનતી નથી ત્યારે શ્રેણિક રાજાએ હાથે ચાટવો બાંધ્યો અને તેનાથી દાન આપવાનું કહ્યું. તો પણ તે દાસી કહે છે કે શ્રેણિકનો ચાટવો દાન આપે છે હું આપતી નથી. વિચારો કે કેવો જોરદાર અંતરાય બાંધીને આવેલી છે કે જેના પ્રતાપે દાન આપવાનું મન જ થતું નથી. આ દાનાંતરાય કર્મ કહેવાય.
(૨) લાભાંતરાય :- લાભ મળી શકે તેવી સામગ્રી હોવા છતાંય, ઘણો પુરૂષાર્થ કરેલો હોવા છતાંય, લાગે કે હમણાં થોડા ટાઇમમાં જરૂર લાભ થશે એમ દેખાતું હોવા છતાંય, જ્યાં લાભ માટે જાય ત્યાં કોઇને કોઇ નિમિત્ત એવું મળે કે જેના પ્રતાપે લાભ છેટોને છેટો થતો જાય તે લાભાંતરાય કર્મ. ભૂતકાળમાં કોઇને મેળવવામાં અંતરાય કરેલ હશે, કોઇનું પડાવી લીધેલ હશે કે જેના પ્રતાપે આ અંતરાય ચાલ્યા જ કરે. તે
લાંભાતરાય કર્મ કહેવાય.
કૃષ્ણ મહારાજાના ભાઇ ઢંઢણ ૠષિએ સંયમનો સ્વીકાર કરેલો છે. એકવાર શ્રી નેમનાથ ભગવાનને કહી ગોચરીએ નીકળ્યા. શ્રી નેમનાથ ભગવાને કહ્યું કે ઢંઢણ તારો લાભાંતરાયનો ઉદય થયેલો છે માટે છ માસ ગોચરી તને મળશે નહિ. છતાં પણ ભગવાનની આજ્ઞા લઇને ગોચરી માટે દ્વારિકા નગરીમાં છે. પણ ગોચરી મળતી નથી. છ માસ બાદ એક દિવસે ગોચરી મળી તે લઇ ભગવાન પાસે
ગયા. ભગવાને કહ્યું તારી લબ્ધિથી મળેલ નથી. કૃષ્ણની લબ્ધિથી મળેલ છે તે સાંભળી ઉપવાસ કરી અનશન કરી પોતાના આત્માનું કલ્યાણ સાધ્યું. એમ જે જીવોને લાભાંતરાયનો ઉદય હોય, કદાચ મહેનત કરવા છતાંય ન પણ મળે તો પણ ખેદ કરવા કરતાં સમતા ભાવથી તે વેઠી લેવામાં આવે તો તે લાભાંતરાય કર્મ ખપી જાય છે. નહિતર જો ગમે તેવા વિચારો કરીએ તો તેનાથી નવું લાભાંતરાય બંધાતા ભવાંતરમાં રીથી આવું ય ન મળે તેવું કર્મ બંધાતુ જાય માટે ખૂબ વિચાર કરી જીવન જીવવું જોઇએ.
(૩) ભોગાંતરાય કર્મ :- એકવાર ભોગવવા યોગ્ય પદાર્થ પોતાની પાસે રહેલા હોવા છતાંય કર્મના ઉદયથી ભોગવી ન શકે. ભોગવવા જાય તો કોઇને કોઇ અંતરાય આવી જાય તે ભોગાંતરાય કહેવાય.
(૪) ઉપભોગાંતરાય કર્મ :- વારંવાર ભોગવવા યોગ્ય સામગ્રી પોતાની પાસે રહેલી હોવા છતાં, શક્તિ પણ ભોગવી શકે એવી હોવા છતાં, જે ભોગવી ન શકે તે ઉપભોગાંતરાય કર્મ કહેવાય છે. તેનો ઉપયોગ કરવા જાય અને કોઇને કોઇ એવો અંતરાય આવે કે ભોગવી શકે જ નહિ.
(૫) વીર્યંતરાય કર્મ :- મન-વચન અને કાયા સારી મળેલી હોય, નિરોગી શરીર હોય, તેના વીર્યનો એટલે તાકાતનો ઉપયોગ કરે તો કાંઇ તકલીફ પડે નહિ છતાં પણ જાણી બુઝીને કામ કરવાનું મન જ ન થાય. કોઇના કામમાં સહાયભૂત થવાની વિચારણા પણ પેદા થવા ન દે અને પોતાની કાયાને નિરાંતે બેસાડી રાખવાનું અને ન બગડી જાય તેની કાળજી રાખીને જીવવાનું મન થયા કરે તે વીર્યંતરાયકર્મ. જ્ઞાની ભગવંતો કહે છે કે છતી શક્તિએ મન, વચન અને કાયાના બળનો ઉપયોગ કરવામાં ન આવે તો તેનાથી વીર્યંતરાય કર્મ ગાઢ બંધાય છે. એટલે ભવાંતરમાં આટલી પણ શક્તિ ન મળે એવું વીર્યંતરાય કર્મ બંધાય છે.
ઘણાં જીવોને પોતાના મન-વચન અને કાયાના વીર્યને એટલે શક્તિને સંસારની સામગ્રી-અનુકૂળ સામગ્રી મેળવવા, ભોગવવા, સાચવવા, ટકાવવા, ન ચાલી જાય તેની કાળજી રાખવા માટે ઉપયોગ કરવાનું મન થાય છે. અને તેને માટે અડધો ભૂખ્યો, અડધો તરસ્યો ઘણી વાર ખાધા વગર પણ પ્રયત્ન કર્યા કરે છે
Page 122 of 126
Page #123
--------------------------------------------------------------------------
________________
પણ ધર્મની બાબતમાં ધર્મની ક્રિયાઓમાં, ધર્મ પ્રાપ્ત કરવાના હેતુથી પોતાની શક્તિ મુજબ આરાધના કરવામાં શક્તિ ખરચવાનું મન જ થતું નથી તે વીર્યંતરાય કર્મ કહેવાય છે.
આ પાંચ પ્રકારના અંતરાયના બંધના કારણોમાં સકારણ એટલે શરીરને સુખાકારી રાખવા. કોઇપણ પ્રકારની પ્રવૃત્તિ કરવાથી તેને માટે થતી જીવોની હિંસા કરવાથી તથા નિષ્કારણ પ્રવૃત્તિ એટલે કોઇપણ કારણ વગર મોજશોખ માટે પ્રવૃત્તિ હિંસાદિની કરવાથી આ પાંચેય અંતરાય કર્મો બંધાયા કરે છે.
આ જો અંતરાય કર્મ ન બાંધવા હોય તો જીવોની હિંસા આદિની પ્રવૃત્તિ ઓછી કરી ધર્મ પ્રવૃત્તિ એવી રીતે કરતા થઇ જઇએ કે જેથી આત્માનો મૂલ સ્વભાવ અહિંસાનો પેદા કરી શુધ્ધ પરિણામમાં સ્થિર થઇ સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરીને પોતાના આત્માના ક્ષાયિક ભાવે રહેલા દાનાદિ ગુણોને પેદા કરીને સિદ્ધિ ગતિને પામીએ.
આરીતે સો પ્રયત્ન કરી આત્માના ક્ષાયિક ભાવના દાનાદિ ગુણોને પેદા કરીને વહેલામાં વહેલા. સિધ્ધિ ગતિને પામો એ જ અભિલાષા.
નિરોગી યુવાન બળવાન સામર્થ્યવાન શરીર છતાં વીર્યનો ઉપયોગ ન કરી શકે તે વીઆંતરાય કર્મ. છતી શક્તિએ તપ ન કરે, શક્તિ હોવા છતાં કામ કરે નહિ તે વીર્યંતરાયના ઉદયથી.
આ અંતરાયના પાંચેય ભેદો દશમાં સુધી બંધાય અને બારમાં ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે
વીર્યંતરાયનો ક્ષયોપશમ ભાવ ઉત્કૃષ્ટથી કેટલો પેદા થઇ શકે ? જો વિચાર કરીએ તો જણાય છે કે ભગવાન મહાવીરના જન્મ પછી ઇન્દ્ર મહારાજા મેરૂ પર્વત ઉપર જન્મોત્સવ માટે લઇ ગયા અને ત્યાં ખોળામાં પ્રભુને લઇને બેઠા છે ત્યાં વિચાર આવે છે કે આટલા નાના શરીરવાળા આ અભિષેકના પાણીને શી રીતે સહન કરશે ? માટે ઉભા રહ્યા છે. ભગવાને અવધિજ્ઞાનના ઉપયોગથી જોયું કે આ વિચાર કરી રહ્યા છે કે તરત જ એ શંકા દૂર કરાવવા માટે એક જમણા પગનો અંગૂઠો શીલા ઉપર દબાવ્યો. તેમાં તો આખોય મેરૂ પર્વત ડોલાયમાન થવાલાગ્યો જગતમાં રહેલા સઘળા પહાડો પણ ડોલાયમાન થવા લાગ્યા અને જોરદાર અવાજ થવા માંડ્યા. આ અવાજથી ઇન્દ્ર મહારાજા અવધિજ્ઞાનનો ઉપયોગ મુકીને ગુસ્સાથી જૂએ છે અને વિચારે છે કે અત્યારે આનંદના અવસરે કોણે આ વિષાદ ઉભો કર્યો છે ? જોયું તો ભગવાનનો ઉપયોગ દેખાયો એટલે શાંત થઇને માફી માંગી અને અભિષેક શરૂ કરેલ છે. આના ઉપરથી વિચારો કે વીઆંતરાયના ક્ષયોપશમ ભાવથી વીર્યની કેટલી શક્તિ પેદા થઇ શકે છે. એની અપેક્ષાએ વર્તમાનમાં આપણી શક્તિ કેટલી ? આ શક્તિની અપેક્ષાએ આપણે શેનો ગર્વ કરી રહેલા છીએ ? એવીજ રીતે વિચારો હનુમાનના જન્મ પછી અંજના ભાઇની સાથે પુત્રને લઇને વિમાનમાં જાય છે. તેમાં ખોળામાંથી હનુમાન પડી જાય છે અને પહાડ ઉપર પડી જાય છે પણ તેને કાંઇ થયું નથી ઉપરથી પહાડના ટૂકડા થઇ જાય છે. ચરમ શરીરી જીવ છે તો આટલી શક્તિ આવા નાના બાળકમાં હોય તો આપણું શરીર કીડી મંકોડા જેવી શક્તિ ધરાવતું તકલાદી ગણાય છતાં આપણને આપણા શરીરનો ગર્વ કેટલો ? આવા ગર્વના વિચારોથી વીર્યંતરાય જોરદાર બંધાય.
દારિક શરીરની શક્તિ ક્ષયોપશમ ભાવે વિચારીએ તો જગતમાં જેટલા દેવતાઓ છે તે બધાય અસંખ્યાતા-અસંખ્યાતા રૂપો કરી ભગવાનની ટચલી આંગળીને નમાવવા માટે પ્રયત્ન કરે તો તેવાંદરાની જેમ બધા લટકતા હોય તેવા દેખાય છે પણ ટચલી આંગળીને નમાવી શકતા નથી.
આ બધા જીવોની અપેક્ષાએ આપણી શક્તિ કેટલી ? આપણા આત્મામાં રહેલા સુખના પરિણામથી મળેલી વીર્યની શક્તિના આપણે દુરૂપયોગ કરીએ છીએ. સાવધ પ્રવૃત્તિમાં અઢાર પાપ સ્થાનકોમાંથી કોઇને
Page 123 of 126
Page #124
--------------------------------------------------------------------------
________________
કોઇ પાપનું આચરણ કરતાં મન-વચન-કાયાનો આપણે દુરૂપયોગ કરીએ છીએ તેનાથી વીર્યંતરાય કર્મનો અશુભ રસ જોરદાર બંધાય છે કે જેથી ભવાંતરમાં આટલી પણ શક્તિ આપણને મળશે નહિ. શુધ્ધ પરિણામની સ્થિરતામાં સહાયભૂત થાય તે રીતે ઉપયોગ કરવાનો છે.
વાલીરાજાની પણ શક્તિ એવી છે કે એ વક્રીય લબ્ધિથી જંબુદ્વીપની રોજ એકવીશ વાર પ્રદક્ષિણા કરીને શાશ્વતા અશાશ્વતા મંદિરોની રોજ સેવા, ભક્તિ, દર્શન કરતાં હતા. એકવાર રાવણ સાથે યુધ્ધ થયું. વાલી રાજાએ રાવણને હરાવ્યો અને બગલમા રાવણને ઘાલીને જંબુદ્વીપની એકવીશ વાર પ્રદક્ષિણા કરીને કહ્યું કે બોલ લવણ સમુદ્રમાં નાંખી દઉં ? એટલે રાવણે મિચ્છામિ દુક્કડં કીધા અને વાલી રાજાએ છોડી દીધો.
વીર્યંતરાયનો મળેલો જે ક્ષયોપશમ ભાવ છે તેનો આપણે સદુપયોગ કરીએ છીએ કે દુરૂપયોગ ! સદુપયોગનો સમય જો આપણી પાસે નથી તો પછી મોક્ષના સુખની ઇચ્છા, અભિલાષા અને તેની સ્થિરતા તો વધે જ ક્યાંથી ? જો એ સ્થિરતા વધતી જાય તો વીર્યંતરાયનો ક્ષયોપશમ ભાવ અશુભ રૂપે અભરસે બંધાય કે જેથી શક્તિ વધતી જાય.
આપણને મળેલી શક્તિથી પાપ રહિત કે પાપવાળી પ્રવૃત્તિ વધારે કરીએ ? આખી જીંદગી ખોરાક આદિ લઇને વીર્યની શક્તિ વધારી હોય તે શક્તિ એક સેકંડમાં ૬૦ થી ૭૦ ટકા શક્તિ ઓછી કરી નાંખે છે માટે આપણે સદુપયોગ કરવામાં સાવધ છીએને ?
અત્યાર સુધી આપણે જેટલા તીર્થોમાં જઇ આવ્યા હોઇએ તે તે તીર્થના મૂળનાયકનું નામસ્મરણ, કરી નમો જિણાણું કહી યાદ કરવાથી મિથ્યાત્વનો નાશ કરવાની શક્તિ મળી રહે છે. પણ ખરી વાત એ છે કે દરેક તીર્થના મૂળનાયકના નામો યાદ ખરા ? આપણા દર્શન શુદ્ધિનું કારણ કહેલું છે. આ બધા તીર્થોના મૂળનાયકના નામોને એક સામાયિકમાં યાદ કરી શકો કે બે સામાયિકમાં યાદ કરી શકો ? કેટલા યાદ રાખવાના છે ? વીશ વિહરમાન વર્તમાન ચોવીશીના ૨૪, અતીત ચોવીશીના- ૨૪, અનાગત. ચોવીશીના -૨૪ અને ૪ શાશ્વતા નામો એટલાજ યાદ રાખવાના છે ને ?
સામાન્ય રોગ શરીરમાં પેદા થાય તો તે પણ મન-વચન-કાયાની શક્તિનો નાશ કરી શકે છે. (ક્ષીણ કરે છે.) માટે જ્ઞાનીઓ કહે છે કે પાણીનો ગ્લાસ લેવાની તાકાત હોય તો ત્યાં સુધી પોતે ઉભો થઇને જ પાણી લે જો બીજા પાસે માંગે અને મંગાવે તો વીર્યંતરાય ગાઢ બંધાય એમાં સ્વાર્થ પોષાય છે.
જેટલું ફાલતું બોલીએ તેનાથી ભવાંતરમાં એટલી વચન શક્તિ મળે નહિ. ફાલતું વિચારીએ તેનાથી ભવાંતરમાં એટલી મનની શક્તિ ન મલે એવ વીર્યંતરાય કર્મ બંધાય છે. જેટલું યા હોઇએ તેનો સ્વાધ્યાય કરીએ તોય મનનો પાવર વધતો જાય છે.
મનને સ્થિર કરીને નવકાર ગણીએ તોય તેનાથી રોગનો પ્રતિકાર થાય એવી તાકાત મળે છે.
સર્વચન, સવિચારણા, સકાર્ય નિઃસ્વાર્થપણે કરવાથી વીર્યંતરાયનો ક્ષયોપશમ ભાવ ઉચ્ચપણે બંધાય છે.
દર્શનશુદ્ધિના માર્ગના પ્રવેશના વિચાર માત્રથી પણ શક્તિયે વધે અને જ્ઞાનનો ક્ષયોપશમ ભાવા પણ વધે, સારા વિચારથી વીર્યની શક્તિ પેદા થાય છે.
અહીંને અહીં મનને ચલાયમાન કર્યા વગર જીરવવાની તાકાત પેદા કરવાની છે. વીર્યંતરાયના ત્રણ ભેદ. (૧) બાલવીર્ય, (૨) બાળપંડિતવીર્ય, અને (3) પંડિતવીર્ય. (૧) બાલ વીર્ય :- સંસારમાં રહેલો જીવ પોતાના વીર્યનો ઉપયોગ સાવધ વ્યાપારમાં કરે તેને
Page 124 of 126
Page #125
--------------------------------------------------------------------------
________________
બાલવીર્ય કહેવાય. ઘર, કુટુંબ, પેઢી વગેરે સાવધ વ્યાપારની વિચારણામાં મન,વચન, કાયાથી જે કાંઇ પ્રવૃત્તિ કરીએ તેમાં જેટલા રસપૂર્વક કરીએ તેનાથી વીર્યંતરાય અશુભ રસ જોરદાર બાંધતા જઇએ તેને બાલવીર્ય કહેવાય છે. કોઇ કામ ન કરતું હોય અને આપણે તેને કહીએ કે નાનો થઇને કરતો નથી ? તેનાથી પણ આ કર્મ બંધાય. હિતબુદ્ધિ સાથે રાખીને કડક વચન કહીએ તો નિર્જરા થાય. આપણો વીઆંતરાયનો ક્ષયોપશમ ભાવ વધે. હિતશિક્ષા આપવામાં સ્વાર્થ બુદ્ધિ હોય કે આગળ ઉપર મને કામ આવશે તો નિર્જરા ન થાય.
(૨) બાલપંડિતવીર્ય - શ્રાવકને દેશવિરતિ સુધીની બધી પ્રવૃત્તિ તેમાં જેટલી શક્તિનો ઉપયોગ, કરે તેનાથી વીર્યનો ક્ષયોપશમ ભાવ વધે છે. વ્રત, નિયમ, પચ્ચકખાણ સુધીની પ્રવૃત્તિ તે દેશવિરતિની પ્રવૃત્તિ. સામાયિક ઉચ્ચરવા ઉભુ થવું જ પડે. બેઠે બેઠે ઉચ્ચરે તે અવિનય કહેવાય.
(૩) પંડિતવીર્ય :- પંડિત વીર્ય = સાધુપણું છટ્ટ ગુણસ્થાનકે રહીને સઘળાય સાવધ વ્યાપારનો ત્યાગ કરી પોતાના કર્મોનો ભૂક્કો બોલાવવા કરાતો પ્રયત્ન એમાં પોતાના વીર્યનો ઉપયોગ કરે તે પંડિતવીર્ય કહેવાય.
સમકીતી જીવ જે કાંઇ મન, વચન, કાયા રૂપે વ્યાપાર કરે છે તે બાલવીર્ય કહેવાય. ગ્રંથીભેદ કરનારાને પણ અથવા ગ્રંથીભેદ કરવાના લક્ષ્યવાળાને પણ બાલવીર્ય કહેવાય છે.
શ્રેણિક મહારાજા ભગવાનની ભક્તિ કરતાં કરતાં તીર્થકર નામકર્મ નિકાચીત કરીને તીર્થકર થઇ શક્યા. કુમારપાલ મહારાજા દેવ, ગુરૂ, ધર્મની અને અહિંસાની આરાધના કરતાં કરતાં ગણધર નામકર્મ બાંધી શક્યા. કૃષ્ણ મહારાજા અઢાર હજાર સાધુઓને વંદન કરી પોતાના વીર્યને ફોરવીને દર્શના મોહનીયનો નાશ કરી ક્ષાયિક સમકીતને પ્રાપ્ત કરી શક્યા.
શાલિભદ્રના જીવને ભરવાડના ભવમાં મહાત્માને ખીર વહોરાવીને જે આનંદ પેદા થયો છે તેના કારણે મિથ્યાત્વની મંદતા કરીને ગુણયુક્ત ગુણસ્થાનક પામીને બીજે ભવે ભધ્ધિ સિધ્ધિ પામી વેરાગ્ય ભાવ દ્રઢ કરી ચારિત્ર લઇ ઉચ્ચગતિને પામ્યા છે.
ભરવાડના ભવમાં મન, વચન, કાયાથી રાગ વગર ખીર ખાય છે. આપણા વીર્યના ક્ષયોપશમ ભાવથી આપણા રાગાદિમાં ઘટાડો થાય છે એવી કોઇ અનુભૂતિ ખરી ?
મહાત્માને વહોરાવ્યા પછી બાકી રહેલી ચીજને ખાવાની છૂટ પણ એ રાગપૂર્વક ખવાય નહિ એવું બને છે ખરું ? સમકીતી મનુષ્ય સમકીતની હાજરીમાં મનુષ્ય આયુષ્ય બાંધી શકે નહિ. પહેલા ગુસ્થાનકે બાંધી શકે છે. ભરવાડના ભવમાં રાગ ખીરનો તૂટે તો આપણે દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરનારા આપણા રાગાદિ કાંઇ તૂટે એવો અનુભવ છે ?
મેં મહાત્માને વહોરાવવાનો સારો લાભ લીધો એમ એકવાર બોલવામાં પચાસ ટકા પુણ્ય નાશ પામે એમ જેટલી વાર બોલે તેમ તેમ પચાસ ટકા પચાસ ટકા પુણ્ય ઘટતું જાય. બાલવીર્યનો ઉપયોગ કરતાં કરતાં માન કષાય-રાગની મંદતા થકી તીર્થંકર-ગણધર-શાસન પ્રભાવક આચાર્ય આદિ થઇ શકે. રાગાદિ પરિણામ મંદ થતા જાય તોજ સમકીતની પ્રાપ્તિ થતી જાય.
દેવની ભક્તિ આપણો રાગ મંદ કરવા માટે કરવાની છે. જેટલા રાગાદિ મંદ થાય તેમ ભક્તિ વધતી જાય છે.
આનંદ કામદેવાદિ શ્રાવકોએ ભગવાનની એક દેશના સાંભળી અંતરમાં પરિણામ પામી અને ઉભા થઇને ભગવાન પાસે નિયમ લીધો કે જે છે તેમાં હવે રાતીપાઇ વધવાની નહિ, ઘટાડો જરૂર થશે ! આજે
Page 125 of 126
Page #126
--------------------------------------------------------------------------
________________ આવી રીતે વ્રત, નિયમ કરનારા કેટલા ? આના કારણે વ્રતનું જે ધ્યેય જોઇએ તે અત્યારે રહ્યું નથી. લક્ષ રાખે કે આ ચીજ પણ છોડવાની જ છે, ધીરે ધીરે ઓછું કરવાનું છે એવું લક્ષ્ય ખરૂં? વ્રત, નિયમ કરાવતાં કરાવતાં એની કિંમત સમજાવવાની છે. અન્યથા વ્રત, નિયમ કરાવનારને પણ દોષ લાગે. વ્રત પ્રત્યે બહુમાન-નિયમ પ્રત્યે આદર ભાવ-પાપની ભીરતા અંતરમાં રહેવી જોઇએ. આજના કાળમાં વ્રત વગેરે કરનારા પાપની વૃદ્ધિ કરતાં થઇ ગયા છે. પાપથી પાછા ક્રવાનું લક્ષ્ય જાણે અજાણે બંધ થઇ ગય છે. વંકચેલે પોતાના જીવનમાં સામાન્ય નિયમો ચાર એવા પ્રાણ કરતાં અધિક રીતે પાળ્યા કે જેથી ત્રીજા ભવે મુક્તિ નક્કી કરી નાંખી છે. એ નિયમોમાં વિચારીએ તો આપણને એ નિયમ જેમ લાગે નહિ. (1) ક્રોધ ચઢે ત્યારે સાત ડગલા પાછા ફ્રી જે કરવું હોય તે કરવું, (2) અજાણ્યા ફળ ખાવા નહિ, (3) રાજાની રાણી પ્રત્યે માતાનો વ્યવહાર કરવો અને (4) કાગડાનું માંસ ખાવું નહિ. આ ચાર નિયમથી પોતાના આત્માનું કલ્યાણ કરી ગયો. વ્રત, નિયમ વગેરે પાપનો ડર પેદા કરવા માટે છે. અભવ્ય, દુર્ભવ્ય જીવોને મોક્ષની એલર્જી હોય છે. આપણે તો એક ઉપવાસ કરીએ તો પોતાની જાતને મહાન ગણીએ છીએ પણ હાશ ! મને આ ખાવા પીવામાંથી છૂટકારો મલ્યો એવી ભીરુતા અંતરમાં વધે છે ખરી ? આપણે વ્રત નિયમ કરતાં અણાહારી પદનો આનંદ કેટલો ? ભગવાનનું જન્મ કલ્યાણક આપણે અજન્મા બનવા માટે ઉજવીએ છીએ. આપણો આનંદ અજન્મા બનવા માટેનો હોવો જોઇએ, જન્મ પાપ છે માટે અજન્મા બનવાનું છે. પંડિત વીર્યવાળા, મલે તો સંયમપુષ્ટિ ન મલે તો તપોવૃધ્ધિ એ ભાવ રાખી વીર્યનો ઉપયોગ કરી રહ્યા છે. આ ત્રણે પ્રકારમાંથી જેમાં પણ વીર્યનો ઉલ્લાસ વધારતો જાય તેનાથી સકામ નિર્જરા સાથતો જાય આ ત્રણે પ્રકારના વીર્યનો ઉપયોગ સાવધ વ્યાપારથી છૂટવા માટે કરવાનો છે. જો એ માટે ઉપયોગ ન કરે અને પ્રતિપક્ષી માટે ઉપયોગ કરે તો જન્મ મરણની પરંપરા વધારતો જાય છે. તેનાથી સંખ્યાતા. અસંખ્યાતા કે અનંતા ભવોને પણ જીવ વધારતો જાય છે. માટે આપણે પાપનો ભય રાખતાં જીવીએ તો વીર્યંતરાયનો ક્ષયોપશમ ભાવ ઉપયોગી બની પુદગલની સહાયથી આત્માની શક્તિને ખીલવી શકે. અન્યથા આત્માની શક્તિને દબાવી દેશે, તો તે શક્તિ આત્માની ન દબી જાય તેની કાળજી રાખી એવી. રીતે ઉપયોગ કરતાં થઇએ કે જેથી આત્માનું અનંત વીર્ય પેદા થાય. આ રીતે પાપતત્વના વ્યાસી ભેદોને જાણીને તેનાથી છુટી વહેલામાં વહેલા અનંત વીર્યને પ્રાપ્ત કરનારા થાઓ એ અભિલાષા. ..t....iATMt cbtke huFtu ...gyo. ...t... iO E{to. Page 126 of 126