Page #1
--------------------------------------------------------------------------
________________
જીવ dcQ આત્માનું ભેદ વિજ્ઞાન
યાન
ભાગ-૨
અજીવ તવા (ધ્યાનની પરમ ભૂમિકા)
ય
ઉપાદેય
૨
અજીવા
જીવા
પુણ્ય
સંવર
પાપ
નિર્જરા,
આશવ,
મોક્ષ
વધ
'ભેદજ્ઞાનરૂપ ચક્ષ અપૂર્વથી, યોગી જુએ નિજરૂપા 'ભેદવિજ્ઞાન સિદ્ધ ક્ષેત્ર છે, તેમ શરીરમાં કર્મ રહિત ચિત્તરૂપ. અનેક ગ્રંથોના ભાવાનુવાદક અધ્યાત્મયોગીપૂ. આચાર્ય દેવ 'શ્રીમદ્ વિજયરાજશેખરસૂરિજી મહારાજાના વિનય, પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરવિશેખરસૂરિજી મહારાજા
Page #2
--------------------------------------------------------------------------
________________
•|| आत्मज्ञानफलं ध्यानं ||.
Page #3
--------------------------------------------------------------------------
________________
અનેક ગ્રંથોના ભાવાનુવાદક અધ્યાત્મયોગી પૂ. આચાર્ય દેવ | શ્રીમદ વિજય રાજશેખરસૂરિજી મહારાજાના વિનેય પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રવિશેખરસૂરિજી મહારાજા
.. પ્રકાશિત પ્રકાશનો .. » જ્ઞાનસાર ભાગ-૧ » જ્ઞાનસાર ભાગ-૨ » જ્ઞાનસાર ભાગ-૩ » જીવવિચાર
નવતત્વ ભાગ-૧ (જીવતq) » નમસ્કાર મહામંત્ર » નવતર ભાગ-૨ (અજીવતq) .. આગામી પ્રકાશનો . » જ્ઞાનસાર ભાગ-૪ (અષ્ટક ૧૧)
.. પ્રકાશક.. શ્રી ઝાલાવાડ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ દ્રસ્ટ
આરાધના ભુવન, માઈ મંદિર રોડ, વિઠ્ઠલ પ્રેસ, સુરેન્દ્રનગર.
Page #4
--------------------------------------------------------------------------
________________
/ ગૌતમ સ્વામિને નમઃ | | શ્રી મહાવીર સ્વામિને નમઃ | | શ્રી સુધર્મા સ્વામિને નમઃ |
શ્રી આત્મ-કમલ-દાન-પ્રેમ-રામચંદ્ર-હીર-મહોદય-લલિતશેખર-રાજશેખર સૂરિભ્યો નમઃ |
નવ તત્વ
યાને આત્માનું ભેદ વિજ્ઞાન ‘અજીવ તત્વ '(ધ્યાનની પરમ ભૂમિકા)
| ભાગ-૨
• આશીર્વાદદાતા •
પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરિજી મહારાજા
તથા પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રાજશેખરસૂરિજી મહારાજા
• વાથતાદાતા • પૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્ વિજય રવિશખરસૂરિ મહારાજા
Page #5
--------------------------------------------------------------------------
________________
લાભાર્થી પરિવાર : માતુશ્રી પ્રભાબેન મંગળજીભાઈ શાહ મહુવાવાળા મૂલ્ય કિંમત : પઠન-પાઠન-પરિણમન આવૃત્તિ
: પ્રથમ • ૧૦૦૦ નકલ • વિ.સં.૨૦૭૫
પ્રાપ્તિ થાળ:
શ્રી નયનભાઈ દેઢિયા મંગેશ મહાલક્ષ્મી ગૌશાળા રોડ, મુલુંડ (પ.), મુંબઈ-૪૦૦ ૦૮૦. ફોનઃ (૦રર) રપ૬ર૪ર૦૮ મો.: ૯૦૨૯૮ ર૬૮૯૫ શ્રી પ્રદિપભાઈ મોવા શ્રી ઝાલાવાડ જૈન શ્વેતાબંર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ ટ્રસ્ટ, આરાધના ભવન, માઈ મંદિર રોડ, વિઠ્ઠલ પ્રેસ, સુરેન્દ્રનગર મો.: ૯૪૦૯૦ ૬૯૪૬૪ શ્રી પ્રમોદભાઈ છોટાલાલ શાહ ૧૦૨, વોરા આશિષ બિલ્ડીંગ, પ-સોલીસીટર માર્ગ આનંદપરા હોસ્પીટલ સામે, માલાડ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૯૭. મો. ૯૩૨૨૨૩૬૫૮૩
શ્રી અરિહંત આરાધકસ્ટ હિન્દુસ્તાન મિલ સ્ટોર્સ, ૪૮૧-ગની એપાર્ટમેન્ટ, રતનટોકીઝની સામે, ભીવંડી-આગ્રા રોડ, ભીવંડી, મુંબઈ-૪ર૧ ૩૦૫. મો. ૯૩ર૧ર૩રર૬૬/(૦રપરર) ૨૩રર૬૬ શ્રી ઝંખનાબેન શાહ c/oઆર્ય૨૪ કેરેટ સુપન ફલેટસ, દુકાન નં.૩, ધરણેન્દ્ર BRTS ની સામે, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. મો.: ૮૧૪૧૨ ૪૫૫૩૪
કારધામ ધર્મશાળા ગિરિ વિહારની પાછળ, તળેટી રોડ, પાલીતાણા. ઓ.: ૦૨૮૪૮ ૨૪રર૭૧
શ્રી કમલેશભાઈ દામાણી કરણપરા શેરી નં.ર૭, 'જિનાજ્ઞા', રાજકોટ-૩૬૦ ૦૦૧. ફોનઃ (૦૨૮૧) રર૩૩૧૨૦ મો.: ૯૪ર૭૧૬૮૬૧૩
કાકા, કે જો
સારી
ડિઝાયનીંગ, પ્રિન્ટીંગ એવમ્ પ્રાપ્તિસ્થાન મલ્ટી ગ્રાફિક્સ ૧૮, વર્ધમાન બિલ્ડીંગ, ત્રીજે માળે, ખોતાચી વાડી, પ્રાર્થના સમાજ, વી. પી. રોડ, મુંબઈ-૪૦૦૦૦૪ • ફોનઃ ૦૨૨ ૨૩૮૮૪રરર
Page #6
--------------------------------------------------------------------------
________________
ચાને
અજીવ તત્ત્વ આત્માનું ભેદ વિજ્ઞાન ધ્યાનની પરમ ભૂમિકા
અર્થાત્
मोक्षः कर्मक्षयादेव, स चात्मज्ञानतो भवेत्। ध्यानसाध्यं मत्तं तच्च, तद् ध्यानं हितमात्मनः।।
(યોગશાસ્ત્ર-૧૧૩) પરમ મહર્ષિ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યશ્રી યોગશાસ્ત્ર ગ્રંથમાં ફરમાવે છે કે મુમુક્ષુ આત્માને મનુષ્ય ભવની સફળતાનો માત્ર એક જ ઉપાય- સ્વાત્મહિતની પૂર્ણતા કરવી. આત્મહિત ધ્યાનથી થાય અને ધ્યાન માટે આત્મજ્ઞાન જરૂરી. માત્મજ્ઞાનપણનં ધ્યાન (અધ્યાત્મ સાર) આત્મજ્ઞાન જેમ જેમ સ્વાત્મામાં પરિણામ પામે તેમ તેમ તેનું ફળ ધ્યાન રૂપે થાય.
આત્માનો મૂળ સ્વભાવજ્ઞાતા બનવાનો છે સાત વર્ના મોહતા રમતા રિતિ હ (અધ્યાત્મ ગીતા). શેયના જ્ઞાતા બની સ્વઆનંદના ભોકતા બનવું, તે જ વાસ્તવિક ધ્યાન યોગ (મોક્ષ યોગ), તો જ તાત્ત્વિક નિર્જરા થાય. પૂર્ણ કર્મ ક્ષય થાય ત્યારે પૂર્ણ મોક્ષ (શુદ્ધ-સિદ્ધાવસ્થા સ્વરૂપે પ્રગટ થવું), ત્યારે પૂર્ણ આત્મહિત થયું કહેવાય.
કર્મક્ષય માટે ધ્યાન જરૂરી, અને ધ્યાન માટે આત્મજ્ઞાન જરૂરી. આત્મજ્ઞાનના ઉપાયરૂપે પૂ. મહોપાધ્યાય મ.સા.એ અધ્યાત્મસાર ગ્રંથમાં આત્મનિશ્ચયના ૧૮મા અધિકારમા ફરમાવ્યું છે કેઃ
नवानामपि तत्त्वानां ज्ञानमात्मप्रसिद्धये। येनाअजीवादयो भावाः, स्वभेद प्रतियोगिनः॥३॥ જીવાદિ નવતત્ત્વના જ્ઞાનથી આત્મતત્વની પ્રતીતિ (ખાતરી) થાય છે અર્થાત્ પોતે જીવ સ્વરૂપે પુદ્ગલથી નિરાળો, નિર્લેપ, અરૂપી, જ્ઞાનાદિ ગુણમય આત્મા છે એટલે કે શરીરથી આત્મા ભિન્ન છે. વર્તમાનમાં અનાદિ કર્મ પુદ્ગલના સંયોગના કારણે જીવ અજીવમય-શરીરમય-રૂપમય થઈ ગયો છે. આથી જીવના પ્રતિપક્ષ અજીવના જ્ઞાનવિના જીવનું જ્ઞાન મેળવી શકે નહીં. જીવના જ્ઞાન માટે અજીવનું જ્ઞાન જરૂરી. આત્માનો સ્વભાવ પણ શેયના જ્ઞાતા બનવાનો છે. પરમ શાસનપ્રભાવક
Page #7
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય વિજય રામચંદ્રસૂરિ મહારાજશ્રી એ સમ્યગદર્શન ગુણને પ્રગટાવવા શ્રાવક શ્રાવિકાઓને નવતત્ત્વ ભણવા પર ખાસ ભાર મૂક્યો છે. જ્ઞાતા કર્તા, ભોકતા, રમતા પરિણતિ ગેટ
(અધ્યાત્મ ગીતા) જિનાજ્ઞા પણ તે જ. આજ્ઞા – આ = આત્મા, જ્ઞ = જ્ઞાતા. શેયના જ્ઞાતા બનવું તે જ જિન આજ્ઞા. આથી નવતત્ત્વમાં પણ પ્રથમ ગાથામાં - નવ તત્તા હૃતિ નાયબ્બા જીવ -અજીવ રૂપ નવ તત્ત્વોને આત્માએ જાણવા યોગ્ય છે. સર્વ જ્ઞેય જીવઅજીવમાં આવી જાય અને આત્માનો સ્વભાવ પણ સર્વ જ્ઞેયને જાણવાનો અર્થાત્ જિનની આજ્ઞા આત્માના જ્ઞાતા સ્વભાવમય બની સ્વ આનંદના ભોકતા બનવાનો છે. આનંદના ભોકતા બનવું અર્થાત્ ધ્યાનરૂપ બનવું, એ જ પ્રધાન આત્મહિત છે.
ધ્યાન માટે આત્મજ્ઞાન જરૂરી. આત્મજ્ઞાન માટે સ્વ-પરનું ભેદજ્ઞાન જરૂરી. સ્વ-પરના ભેદજ્ઞાન માટે જીવ-અજીવનું જ્ઞાન જરૂરી.
જીવ-અજીવનું ભેદજ્ઞાન થયા પછી જ અજીવમય બનેલા જીવના ભેદની રુચિ પ્રગટ થાય તો સમ્યગદર્શન ગણાય. આથી ભેદજ્ઞાનની રુચિરૂપ સમ્યગ્રદર્શન એ જ ધ્યાનની પરમ ભૂમિકા છે. ભેદની રુચિ વિના શુદ્ધ ધ્યાન ઘટે નહીં. આથી સમકિત, સહિત વિરતિવાળો જ ધ્યાનનો અધિકારી બને.
ભેદજ્ઞાન માટે જ નવ તત્વમાં પરિણામી જીવ મુd, ગાથામાં પુદ્ગલના ૧૦ પરિણામની વાત કહી છે. પુદ્ગલના ૧૦ પરિણામો તથા આત્માના પરિણામોનું જો યથાર્થ જ્ઞાન થાય તો અજીવમય બનેલા જીવનું જ્ઞાન વાસ્તવિક થાય, તો અજીવમય બનતા જીવને અટકાવી શકાય અને અજીવમય બનેલા જીવને ધ્યાન યોગ વડે અજીવથી છૂટો પણ કરી શકાય. આ વાતને લક્ષ કરી સુરેન્દ્રનગર તથા રાજકોટમાં અજીવ તત્ત્વ પર જે વિસ્તારથી વાચના અપાઈ તેનું સંકલન કરી ભેદજ્ઞાનની સમજ આપતું આ પુસ્તક તૈયાર કરવાનો પ્રયાસ થયો છે. તેમાં સાધુ-સાધ્વી તથા શ્રાવકોની પણ સહાય લેવામાં આવી છે. આ પુસ્તકમાં કંઈ ક્ષતિ જણાય તેને વાચક વર્ગ સુધારીને વાંચે અને તે ક્ષતિ અમને જણાવવા કૃપા કરે જેથી ભવિષ્યમાં તે સુધારી શકાય. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો ક્ષમા કરશો. સ્થળઃ મુંબઈ, સર્વોદયનગર,
- રવિરોખારસૂરિજી મ.સા. જેઠ સુદ-૧, વિ.સ. ૨૦૦૫
કાર
|
જિજ્ઞાસુ વાચક વર્ગને ખાસ સૂચના: આ અજીવતત્વ ગ્રંથ ધ્યાનની પરમભમિકા અર્થાત આત્માના ભેદજ્ઞાન સ્વરૂપ હોવાથી અત્યંત મનનીય-ચિંતનીય છે.
-
a
.
ડાળીઓ કવિ
Page #8
--------------------------------------------------------------------------
________________
II ભડથ નગર મંડન શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ | ॥श्री शिखि-विनय-01-विलास-ॐ018-01-रविंसूरियो नमः ।।
(मय
यातमा
' આચાર્ય યશોવિજયસૂરિ
1/2018
यत् किज्यि....
५२तुन 21-21 ५५) सोस२५) या +२ त ६ ॥29.
tou) २०१२-14 G६ २६ साथ 21184025Mtos%, १२-404 पात 207 ) ७.
को ६ २५सारा ५६,६,५६) २ ) २/AA) स२) त) २) समो६ ५न्य..
मना ०५२ 140 14२ 20. and २४२ २२२ १९२१ 118" पापी सना श्रेष्ठ ५६+ आज २०५+ 1)...
माया/20 ५ २०१२ ) ५ ५6) २ . तभन) २) २) सारन्य २ ला+ ५ MAt +२ .
CROR को
२९/10/18 १७५ ८541)
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકની નજરે..
જિનશાસન એ કોઈ સંપ્રદાય કે વાડ નથી પણ વિશ્વનું એકમાત્ર સત્ય “તત્ત્વરૂપ”, “ગુણરૂપ” શાસન છે. તેમાં વ્યક્તિનું કોઈ મહત્ત્વ આંકવામાં આવ્યું નથી, માત્ર ગુણપ્રધાનતા તેની યોગ્યતા છે.
આત્માના પૂર્ણ શુદ્ધ અને અશુદ્ધ સ્વરૂપને બતાવી અનાદિથી અશુદ્ધ સ્વરૂપ બનેલા આત્માનું શુદ્ધ સ્વરૂપ કઈ રીતે પ્રગટ કરી શકાય તે માટે નિશ્ચય અને વ્યવહારરૂપ મોક્ષ માર્ગ જિનશાસને બતાવેલ છે. - જિનશાસનના સ્થાપક “તીર્થકરો” સંપૂર્ણ મોહથી મુક્ત બની પૂર્ણ વીતરાગ બનીને જ્યારે સર્વજ્ઞ બન્યા ત્યારપછી જ તેમણે ભવ્યજીવોને પોતાના સમાન વીતરાગ અને સર્વજ્ઞ બનવારૂપ મોક્ષ માર્ગ પ્રકાશ્યો. એ સમગ્ર મોક્ષમાર્ગ સત્ય તત્ત્વ રૂપ છે.
નવતત્ત્વ એ સત્યતત્ત્વનું જ કથન છે. નવતત્ત્વને જાણ્યા વિના, સમજ્યા વિના પરમાત્માનો મોક્ષ માર્ગ સમજાય નહીં, અને જો તે સમજાય નહીં તો પછી તેનો સ્વીકાર કેવી રીતે થાય? માટે જ પરમાત્માના મોક્ષમાર્ગની આત્માની પ્રતીતિ કરવા નવ તત્ત્વોનું જ્ઞાન અનિવાર્ય છે.
નવતત્ત્વ” ગ્રંથમાળામાં આ પહેલાનું પુસ્તક “જીવતત્ત્વ ભાગ-૧” પ્રકાશિત થયું જેમાં સર્વજીવોના એક પ્રકારના ભેદથી ૬ પ્રકારના ભેદ માં સમાવ્યા તથા તેની કર્મકૃત ૬ આવશ્યકની ગહન સમજણ આપવામાં આવી. હવે જીવતત્ત્વના પૂર્ણ નિર્ણય માટે અજીવતત્ત્વનો નિર્ણય થવો ખૂબ જ આવશ્યક નહીં પણ અત્યંત આવશ્યક છે. તેના વિના જીવતત્ત્વનો નિર્ણય થવો અતિદુષ્કર છે માટે જ આ “નવતત્ત્વ” ગ્રંથમાળાનો બીજો ભાગ “અજીવતત્ત્વ” યાને “આત્માનું ભેદવિજ્ઞાન અર્થાત્ ધ્યાનની પરમ ભૂમિકા” પુસ્તક ખૂબ જ મહત્ત્વનું અને અતિ જરૂરી છે.
જ્યાં સુધી આત્માને જીવતત્ત્વ અને અજીવતત્ત્વબંને વિપરીત સ્વભાવ તથા ભિન્ન પ્રકૃતિવાળા છે તેવી ખાત્રી કે દઢ નિર્ણય નહીં થાય ત્યાં સુધી તે મોક્ષમાર્ગમાં પ્રયાણ નહીં કરી શકે કારણ કે આત્મા અનાદિથી અજીવમય બનીને જ રહેલો છે માટે તેને અજીવતત્ત્વનો પરિચય કરાવી આત્મા અને
Page #10
--------------------------------------------------------------------------
________________
દેહ અને આત્મા (અજીવ-જીવ)નું ભેદજ્ઞાન કરાવવું ખૂબ જ અનિવાર્ય છે. એકવાર આત્માનું ભેદ વિજ્ઞાન સમજાઈ જશે પછી તેના માટે મુક્તિના ઉપાયરૂપ ધ્યાન સહજ છે અને ધ્યાનનું ફળ જ મુક્તિ છે.
પૂ. આચાર્ય ગુરુદેવે આપણા ઉપર અસીમ કૃપા કરી આ ગહનમાં ગહન વિષયને ખૂબ જ સરળતાથી સમજાવી આત્મા અને દેહને છૂટા પાડવાની પ્રક્રિયાને એટલી સહજ રીતે વિવિધ પાસાઓ દ્વારા સમજાવેલ છે કે આપણા જેવા અતિ અલ્પમતિવાળાને પણ આ ભેદવિજ્ઞાન સમજતા વાર ન લાગે અને સ્પષ્ટ રીતે અરીસાની માફક “દેહ એ જ આત્મા છું” તેવો અનાદિથી થયેલો ભ્રમ ભાંગી જશે અને “દેહથી ભિન્ન એવો આત્મા છું” તેની પ્રતિતી થશે. ક્રોડો ભવે પણ આ દેહ અને આત્માનો ભેદ થવો દુષ્કર હતો તે વાતની સમજણ પૂ. ગુરુદેવની જ્ઞાનગર્ભિત, વૈરાગ્યદક્ષ તથા સરળ શૈલીમાં થયેલ વાંચનાથી થઈ શકે છે તેમાં બિલકુલ શંકા નથી. એકવાર આ ભેદવિજ્ઞાન જીવનમાં ઉતરી જાય તો મોક્ષમાર્ગ સરળ બની રહેશે.
આ નવતત્ત્વની ગ્રંથમાળાના બીજા મણકારૂપ અજીવતત્ત્વ ગ્રંથ જિજ્ઞાસુ વર્ગને જિવાદિ નવ તત્ત્વને ખૂબ જ ઊંડાણથી અને વિશેષ વિસ્તારપૂર્વક સમજવામાં અતિ ઉપયોગી નિવડશે તેવી આશા છે. આ પુસ્તક થકી મુમુક્ષુ આત્માઓ મોક્ષમાર્ગ પર સહેલાઈથી પ્રયાણ કરે તેવી જ શુભભાવના.
આ પુસ્તક તૈયાર કરવામાં મહત્વનો ફાળો આપનાર મુનિ શ્રી ઈન્દ્રશેખર વિજયજી મ.સા. તેમજ સાધ્વીશ્રી કેવલ્યરત્નાશ્રીજી તેમજ રાજકોટવાળા કમલેશભાઈ દામાણી તથા નિતીનભાઈ ચોકસી આદિ ઘણા મહાનુભાવોની સહાયને અમે ભૂલી શકતા નથી.
અમારો પ્રયત્ન પુસ્તક મુદ્રણકાર્યમાં ક્ષતિરહિત છપાવાનો હોવા છતાં કોઈપણ ક્ષતિ રહી ગઈ હોય તો જાણ કરશો જેથી ભવિષ્યમાં તે દૂર કરી શકાય.
-YSIQIS
Page #11
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
I
.......................9
.........13
••••...15
૧. અજીવ તત્વની વિચારણા શા માટે? ... ૨. અજીવ તત્વનો સ્વભાવ તથા ભેદ ૩. દ્રવ્યો કેટલા? ૬દ્રવ્યો (૧) ધર્માસ્તિકાય .......
.................... 6 (૨) અધર્માસ્તિકાય ..........
........................6 • આઠ રુચક પ્રદેશો સંપૂર્ણ શુદ્ધ છે તો તેનો અનુભવ કેમ થતો નથી? .......? • આત્મદ્રવ્ય કેવું છે? ...
........7 (૩) આકાશાસ્તિકાય.
• ગજસુકમાલ મુનિ અગ્નિ ઉપસર્ગમાં પણ ડગ્યા નહીં ......................10 • આત્મામાં સ્થિરતા પામવા શું જરૂરી? ..........
......12 • મમ્મણને ૭ મી નરકનો બંધ શા માટે? • અરૂપી આત્માનો સ્વીકાર થાય તો સનતકુમાર ચક્રવર્તીની જેમ
રૂપને સુધારવાનું મન ન થાય ................ • આત્માનું સુખ અમાપ અર્થાત્ લોકાલોકમાં ન સમાય ........16 • આકાશનું ધ્યાન શા માટે? ...
••••••••••••• • મનુષ્ય ભવ શા માટે? . .
...18 (૪) પુદ્ગલાસ્તિકાય ..................
........ પગલના સામાન્ય લક્ષણ . (૧) વર્ણ (૨) ગંધ (૩) રસ અને (૪) સ્પર્શ
• પુદ્ગલનો ઉપકાર.. • સંસાર એટલે છ વર્ગણાના સંયોગરૂપ અવસ્થા • પુદ્ગલના બે મુખ્ય પરિણામ..............
.....27 • શાશ્વત પ્રતિમામાં પણ પરમાણુ બદલાય ..
.......28 • પુદ્ગલના સૂક્ષ્મ બાદર ૬ પરિણામો .. પુગલના વિશેષ લક્ષણો .............. પુદ્ગલાદિ દ્રવ્યો વિશે અન્ય દર્શનની માન્યતા... (૧) શબ્દઃ અ) સચિત્ત બ) અચિત્ત ક) મિશ્ર .................................
• સુનંદા અને રૂપસેનનું ચરિત્ર ....................
• સૌથી ઉત્કૃષ્ટ સંગીત સમોવસરણમાં હોય.................... ... 35 (૨) અંધકાર ..
...17 .................
.
...........25
....26
31
o
34
AA
.34
•.... 37
Page #12
--------------------------------------------------------------------------
________________
...........
(૩) આતપ ...... (૪) ઉદ્યોત ........... (૫) પ્રભા ............
......................... (૬) છાયા : અ) આકૃતિ બ) તડ્વર્ણ પરિણામરૂપ ..................
• સાતા-અસાતા બન્ને દુઃખ રૂપ ....................................... • ચિત્ત પ્રસન્નતા એ શું છે? ............................................... • પરમાત્માની પૂજા કરવા છતાં ચિત્ત પ્રસન્ન કેમ ન થાય? ......... • વીતરાગ પરમાત્માના દર્શન શા માટે કરવાના? ................... • દેવભવ વધારે ભયાનક શા માટે? ............... ................... • ધર્મ આરાધના કરવા છતાં અશાંતિ કેમ? ...... • આપણામાં સમ્યગ્રદર્શનનાં પરિણામ છે કે નહીં તેની ખાતરી કઈ રીતે થાય?....49 • માત્ર મોક્ષ તત્ત્વનો સ્વીકાર ન કરનાર અભવ્યને બાકીનાં આઠ તત્ત્વનો પણ
સ્વીકાર ઘટતો નથી. ................... .........................49 • આત્મા સમકિતની સન્મુખ છે કે કેમ? તે કયારે નક્કી થાય? ........... કાળક્રવ્ય - કનકવતી ભવસ્થિતિની વિચારણા કરતા કેવલજ્ઞાન પામ્યા ............ કર્મવશ અશુદ્ધ આત્મા પર – પર દ્રવ્યાદિની અસર થાય ................. કાળ બે પ્રકારે નિશ્ચય અને વ્યવહાર ......
............... (૧) વ્યવહાર કાળ દ્રવ્યઃ સમય, આવલિકા, મુહુર્ત વગેરે ...........
• અઈમુત્તા મુનિ કેવલજ્ઞાન કઈ રીતે પામ્યા? ...... • મોહ આત્માને કઈ રીતે છેતરે છે? • કાળદ્રવ્યનું સ્વરૂપ (સંખ્યા પ્રમાણ) ................. ••••••••••• • અંતર્મુહુર્તની વ્યાખ્યા ..... • મોક્ષ બે પ્રકારે કરવાનો છે
........... • પલ્પોપમ અને સાગરોપમનું કાળ સ્વરુપ ................................. • છ આરાનું સ્વરૂપ ............................... ......................... • સંખ્યાત-અસંખ્યાત અને અનંતનું સ્વરૂપ .... • ચાર પ્રકારે પુદ્ગલ પરાવર્તકાળઃ કાળ, ક્ષેત્ર, દ્રવ્ય અને ભાવ .......... • દ્રવ્ય પુદ્ગલ પરાવર્તકાળના ૭ પેટા ભેદ
.............17 (૨) નિશ્ચય કાળ દ્રવ્યઃ ચાર પ્રકાર: ......................................
(અ) વર્તના: ૧) સાદીસાંત ર) અનાદિસાંત ૩) સાદી અનંત ૪) અનાદિ અનંત (બ) પરિણામ ..............
••••••••••••••••50 (ક) ક્રિયા: ૧) પ્રયોગાદિથી ૨) મિશ્ર પરિણામથી ૩) વિસસ્સાથી .. 81 (ડ) પરત્વ અને અપરત્વ.. • જ્ઞાન અરૂપી હોવા છતાં અરૂપી ને કેમ ન જોઈ શકે? ................. • અનંતકાળથી રખડવાનું કારણ શું હતું? .......... .............
................
Page #13
--------------------------------------------------------------------------
________________
એક જ છે ..............
••••••••••
૭. ભેજ્ઞાનનું મહત્વ
૪થું ગુણસ્થાનક એ ધ્યાનની બીજભૂત અવસ્થા છે. ............................. આત્માનું સ્વરૂપ કેવું છે? ........................................... છદ્મસ્થ જીવ માટે જ જિનની આજ્ઞા ............................................ જિનાજ્ઞા કે આત્મસ્વભાવ એક જ છે મોક્ષ માર્ગની આરાધનામાં શું જરૂરી?
” (૧) પરિણામ. (૨) ઉપયોગ: અશુભ-શુભ, શુદ્ધ-અશુદ્ધ .................................... • જ્ઞાન સ્વભાવરૂપ કયારે બને? ...
........ • પરમાત્માના દર્શન કરતી વખતે શુદ્ધોપયોગ કયારે? ........ • જિનદર્શન ક્યારે ફળે? ............
............... (૩) ભાવના .... • ચારિત્ર કયારે આવે?....................
.............. • ભાવ પ્રમાણે આત્મવીર્યનું પરિણમવું તે આચાર ................ (૪) અધ્યવસાય વચ્ચેની સૂક્ષ્મ ભેદ રેખાની સમજૂતિ .............. • શુદ્ધોપયોગથી આત્માનું હિત ..
••••••••••• .102 ૯. છ દ્રવ્યોનો વિશેષથી વિચાર -
... એક જીવ દ્રવ્ય અને પાંચ અજીવ દ્રવ્યો .
...................... 104 આત્મામાં કર્તાપણાના મુખ્ય ત્રણ કારણ ............... .....................
જગત પર પરમાત્માનો ઉપકાર શું છે? .... ...............110 ૧૦. પુદ્ગલના ૧૦ પરિણામ (૧) ગતિ .....................................
........113 • સદ્દગતિ અને દુર્ગતિની વ્યાખ્યા .......................
........ 115 • આત્માનું હિત એટલે શું? ................... • પર સંગ કરવાનું કારણ મોહનો ઉદય..................... ....... 120 • ધર્માસ્તિકાયનું સ્વરૂપ કેવું છે? ............... • આત્માની ઊર્ધ્વ ગતિ એટલે શું? ...........................
........... • મનુષ્ય લબ્ધિ થી ક્યાં સુધી ગતિ કરી શકે?............................
• ભાવથી ઊર્ધ્વગતિ એટલે સ્વ સ્વભાવ પ્રમાણે વર્તવું (રમવું) ......... 128 (ર) બંધઃ અ) વિસગ્ના બ) પ્રયોગ ............. ..............130
• તીર્થની સ્થાપના શા માટે? • ભાવથી મુક્ત બની સ્વભાવમય બનવા શાસનની સ્થાપના ............. 132
10/
107
s
!
...132
Page #14
--------------------------------------------------------------------------
________________
• પુણ્યાનુબંધી પુણ્ય બંધાય ક્યારે? .......
... 133 (અ) વિસસ્ત્રાઃ ૧) બંધન પ્રત્યય ૨) પાત્ર પ્રત્યયબંધ ૩) પરિણામ પ્રત્યયબંધ • શ્રદ્ધા કોને કહેવાય? ..................
......... 134 • જેને સ્વમાં જીવન જીવવાની ચિંતા છે તેને મરણનો ભય નહીં. ...138 • જીવે જીવવું શું? જન્મ એ પાપ શા માટે? .............. .............. 139 • અરૂપી નિર્લેપ આત્માને બંધ શા માટે? ............................... 140 • બંધના બે પ્રકાર ...
...... 140 • સિદ્ધની આજ્ઞા-જીવ તું સત્તાએ સિદ્ધ છો માટે “જીવ તું સિદ્ધ થા.” ... 142 • કર્મબંધના કારણો : ૧) મિથ્યાત્વ ૨) અવિરતી ૩) કષાય ૪) યોગ ..... 143
(બ) પ્રયોગબંધ: ૧) આલપનબંધ ૨) આલિનબંધ ૩) શરીરબંધ • આત્મા પોતાનો આનંદ કેમ વેદી શકતો નથી? ...................... 148 • પ્રશસ્ત વ્યવહાર કયારે લાભકારી થાય? •••••••••••••••••••••••••••• 150 • જગતના જીવો દુઃખી શા માટે? ......................
151 • શાસન એટલે શું? ................................................ 153 • આત્મામાં અસ્થિરતાનું કારણ શું?
154 • “માષતુષ” મુનિ કેમ તર્યા?
.... 156 દ પરિણામ:..................................................157 • સર્વજ્ઞ તત્વનું શરણ શા માટે?
•••••••••.. 158 • પુલ પરિણામોની વિચિત્રતા ..
.... 159 • સંયોગ-વિયોગનું કારણ શું? પુદ્ગલના ભેદ શા માટે જાણવા જરૂરી? ... 161 • પુદ્ગલમાં ભેદ પાંચ પ્રકારે .
............. 163 ૧) ખંડ ભેદ ર) પ્રત્તર ભેદ ૩) ચૂર્ણિકા ભેદ ૪) અનુત્કટિકા ભેદ ૫) ઔત્કારિક ભેદ • કંડરિકને સાતમી નરકનું આયુષ્ય કેમ બંધાયું? .............. 165 • આવશ્યક એટલે શું? ..........
............... 166 • કયારે કયા ભાવ ભાવવાના? .........
..... 166 • “જીવો અને જીવવા દો”
166 • જીવીને જીવવું એ સુખી થવાનો ઉપાય. મરીને મારવું એ દુઃખી થવાનો ઉપાય. 167 • શાનાથી શાસન-શેનાથી તીર્થ? .................................... 168 • સંગમના વીસ ઉપસર્ગો વખતે પરમાત્મા શેનું ધ્યાન કરતા હતા? .... 171 • પુદ્ગલના ખંડાદિ પાંચ ભેદ ..........
....... 172 • જિન શાસનની સ્થાપના કોના માટે? ......................... 173 • જિનશાસન એ પૂર્ણ સત્યનો પ્રકાશ છે ..................................... 173 • ખંધક મુનિની કરુણાની પરાકાષ્ટા ................................... 174 • ધર્મ ધ્યાન આત્મા ધર્મ ધ્યાનનો અધિકારી કયારે બને? .............. 175 • આજ્ઞા વિચય .............
............. 176 • જિનશાસન પ્રવચનરૂપ તીર્થ છે ............
...... 177
Page #15
--------------------------------------------------------------------------
________________
.......
....... 188
.........
.........
.. 194
......
.......
196
...........
• નમસ્કાર મહામંત્ર દ્વાદશાંગી રૂપ અને “નમો પદ તેનું પ્રવેશ દ્વાર ... 178 • સંયોગ-વિયોગ કોના કારણે? .............
.... 180 • આગમ ૩ પ્રકારે .....
..... 181 • આત્મહિત માટે ધ્યાન જરૂરી ......................................
....... 182 • જ્ઞાનનું સ્વરૂપ ..........................
....... 183 • ધ્યાનના બે ભેદઃ ૧) સાલંબન ૨) નિરાલંબન
..... 184 • આત્માર્થી માટે મોક્ષમાર્ગ સરળ ............ • તીર્થ કેવું છે? ..............
... 188 • આત્માનું પ્રધાન કર્તવ્ય શું? ..................
......... 189 • આવશ્યક એ જ આત્માનું પરમ કર્તવ્ય............................................ • જિનાજ્ઞા શું? નિશ્ચયથી આજ્ઞા
...... 190 • કેવલજ્ઞાન ગુણ કોનો? આત્માનો કે પરમાત્માનો? ..................
..... 191 • જિનાજ્ઞાનું ફળ શું? .................
......... 192 • દરેક અનુષ્ઠાનમાં ઈરિયાવહી' શા માટે? .............
193 • અપાય વિચય ......................... • સમાધિ મરણની ભાવના એ પ્રશસ્તભાવ ......
195 • વિપાક વિચ્ચય .......... ............................. • સંસ્થાન વિચય ....
198 • સંસાર ચાર પ્રકારે માટે મોક્ષ ચાર પ્રકારે ................ ......201 • કમઠના ઉપસર્ગમાં પાર્શ્વ પ્રભુ સમતામાં કેમ રહી શકયા? ........... • સમતાનું પરિણામ જીવોમાં કયારે આવે? ...
204 • જિનશાસન અને મોહનું શાસન આત્મામાં ક્યારે? ................... • અરિહંતનું સાલંબન ધ્યાન શા માટે? ........
રૂપ અને આકારમાં અટવાયેલા આત્માને સંસ્થાના સ્વરૂપની વિચારણા જરૂરી... 205 • પરમાત્મા ધ્યાન શેનું અને શા માટે કરે છે?...... ............ • ધ્યાનમાં પ્રભુ રુક્ષ પુદ્ગલ શા માટે પડે? ...
208 • મન અને શ્રુતજ્ઞાન કેવલ જ્ઞાનનું પરમ સાધન છે ..............................
...... 209 • રૂપાતીત આત્મા કેવો છે? .....
............... • અશુદ્ધ આત્મદ્રવ્ય પર પુદ્ગલ દ્રવ્યની જ અસર પડે .................... 214 • આત્મા સ્વનો જ કર્તા - ભોકતા અને અન્યનો નહીં .............. • આત્મવીર્યનો ઉપયોગ જો કર્મ નિર્જરા માટે ન થાય તો તે કર્મબંધ માટે થાય... 215 • પુરુષ નામ સાર્થક ક્યારે થાય? .................... ........... 216 • મોહથી મુક્ત થવાનો ઉપાય સર્વજ્ઞતત્ત્વ-ચરણનું શરણ ................... 216 • કુતૂહલવૃત્તિ ભાવ અપ્રમત્ત સાધનામાં બાધક
........ • પુદ્ગલ દ્રવ્યના સંસ્થાન આકાર રૂપે થવાનું કારણ શું? ............. • જન્મ દુઃખ રૂપ – આથી જન્મની ઉજવણી ન થાય ..
205
205
211
214
Page #16
--------------------------------------------------------------------------
________________
221
...................... 235.
• મરણ દુઃખરૂપ શા માટે? ......
• તીર્થંકર પરમાત્માના જન્મોત્સવ શા માટે? ...........................222 (૪) સંસ્થાનઃ આકારઃ બે રૂપે ...
..223 (અ) નિયતઃ ૧) પરિમંડલ સંસ્થાન ૨) વૃત્ત ૩) ત્રિકોણ ૪) ચતુષ્કોણ ૫) આયત (બ) અનિયત • સચનેક હાથી અને ૧૮ શેરી હારના રાગે ભયંકર યુદ્ધની આગ પ્રગટી ... 224 • નિસિહી વિધાન શા માટે?
.............. 226 • મુનિ જિનદર્શન શા માટે કરે? ............................................. 227 (૫) વર્ણ પરિણામ .....
...229 • પદ્મમીની સ્ત્રી સામે મુનિની નિર્વિકાર દષ્ટિ જોઈ ઈલાચી કેવલી બન્યા .....229 • આકારની શોભાને વધારનાર રૂપની આસકિતને તોડવા શું કરશો? ... 230 • પરમાણુમાં વ્યવહારે એક અને નિશ્ચયે સત્તારૂપે પાંચ વર્ણ છે. ......... 231 • સનકુમાર ચક્રવર્તીએ બાહ્યરૂપ બગડેલું જોતા આંતરસૌદર્યની સાધના શરૂ કરી 231 • પુદ્ગલના પરિણામો આત્મામાં મોહ કઈ રીતે જગાડે? ................232 • સાધુનો રંગ કાળો શા માટે? ....
..................233 • રૂપને જોનાર કોણ-ચશ્મા, આંખ કે આત્મા?
• પરમાત્મા પ્રત્યેની નિષ્કામ પ્રીતિ, ભક્તિથી દેવપાલ તીર્થંકર પદ પામ્યા..239 (૬) ગંધ પરિણામ .................
............240 • વિષયસુખ છોડવા ઘણા દુષ્કર લાગે છે તો કારણ શું? ..................241 • સ્વ સ્વભાવથી છૂટવું તે પાપ અને પર સ્વભાવરૂપે થવું તે મહાપાપ... 241 • આત્માની સદ્ગતિ અને દૂરગતિ એટલે શું? ................................. 242 • ભિક્ષુ કેવા હોય? ........
................... 244 (૭) રસ પરિણામ.................
...................... ...244 • આહારના પુદ્ગલોમાં સુખ શું છે?................
......246 • યોગીઓ પુદ્ગલભાવમાં સહજ ઉદાસ કેમ? ........................ ..... 246 (૮) સ્પર્શ પરિણામ...............
...248 • લોકમાં ચાર પ્રકારના સુખ મનાય છે. ......
....... 249 ૧) વિષય સુખ ૨) દુઃખના અભાવમાં સુખ
૩) પૂણ્ય કર્મના વિપાકમાં સુખ ૪) મોક્ષ સુખ • પુણ્યથી પ્રાપ્ત સુખ ચાર કારણોથી દુઃખરૂપ છે
251 • ભોગ સામગ્રીના કાળમાં રતિના (સુખરૂપ) અનુભવ થાય તે શું છે? ..252 • શીતળતાદિ સ્પર્શ સુખના રાગમાંથી મુક્ત થવાનો ઉપાય ................254 • પ્રભુને સુગંધી અખંડ પુષ્પો શા માટે ચઢાવવાના? ........................255 • આત્મામાં સ્વાધીન થવા ગુરુને પરાધીન થાઓ .
.... 256 • શાલિભદ્ર અને મેઘકુમારે દેહની સુકોમળતાને કેવી રીતે દૂર કરી? .. 257
.......
Page #17
--------------------------------------------------------------------------
________________
265
266
..269
••••••• 274
• આહારની વિષયવાસનાને તોડવા આહારનો ક્રમ ......................... 257 • ક્રિયામાં આત્માનુભૂતિ કઈ રીતે કરાય? ..... ..........................
... 258 (૯) શબ્દ પરિણામ
........................................ .260 • પુદ્ગલનો જીવ પર ઉપકાર શું?................... ........................ - 262 • સૌથી વધારે ઉપકાર કોણ-કોના વડે કરી શકે? ............. • નિશ્ચય અને વ્યવહારથી આજ્ઞા શું? ..................................... • સાધુ ક્યારે બોલે?
....................... • ક્રોધની વાસનાથી વાસિત શબ્દોનો પ્રભાવ .......... (૧૦) અગુરુલઘુ પરિણામ ............
• દરેક અરૂપી દ્રવ્યમાં સ્વરૂપની સમાનતા હોય પણ સ્વભાવ ભિન્ન હોય..... • સંત કોને કહેવાય? ............ • દેવો તથા નારકો જ્ઞાનનો વિકાસ ન કરી શકે.
276 • આગમનો સાર શું છે? ....
.................... • વ્યવહાર આજ્ઞા દ્રવ્યપ્રાણથી કરવારૂપ અને નિશ્ચયઆજ્ઞા
ભાવપ્રાણથી કરવારૂપ છે ........ • વિરતિ વિના ધર્મ ધ્યાન ન ઘટે ..................... • જીવ પર પ્રેમ અને જડ પર ઉદાસીનતા એ જ ધર્મનો સાર .. .... • આત્મા પરિગ્રહ શા માટે કરે છે?
............. • સામાયિક એ સાધન-સમતા એ ધર્મ .....................
. 289 ૧૧. પુગલના સંયોગના કારણે આત્માના ૧૦ મિશ્ર પરિણામ 290 (૧) ગતિ ..
.......................290 (૨) ઈન્દ્રીય........................................ ...291 (૩) કષાય .......
................ (૪) લેગ્યા .....................
.................. (૫) યોગ ..............................
............. ...305 (૬) જ્ઞાન-અજ્ઞાન ........
.... .............
...307 (૭) દર્શન ...
...................................... .....................308 (૮) મિથ્યાત્વ ................................ .........................309 (૯) ચારિત્ર ........................... ...........310 (૧૦) વેદ ................
......... ....311 ૧ર, આત્માના શુધ્ધ ૧૦ પરિણામો -
314 ૧) ઊર્ધ્વગતિ ર) ઈન્દ્રીયાતીત ૩) આનંદ ૪) વીતરાગતા પ) અયોગી ૬) કેવલ જ્ઞાન ૭) કેવલદર્શન ૮) સમ્યગદર્શન ૯) ચારિત્ર ૧૦) અવેદી અર્થાત્ અનંતનું વેદન
286
...295
297
Page #18
--------------------------------------------------------------------------
________________
ભેજ્ઞાન શિવમાર્ગો, જ્ઞાનશેય ઈiાં મર્યાદિ ધ્યાનધ્યેયની શુદ્ધતા ભેજ્ઞાનવિના નાદી.
અજીવ તત્ત્વની વિચારણા શા માટે
સ
1
नवानामपि तत्त्वानां ज्ञानमात्मप्रसिद्धये। येनाअजीवादयो भावाः स्वभेद प्रतियोगिनः॥
(૧૮-૩ અધ્યાત્મ સાર) આત્માની પ્રતીતિ કરવા નવ તત્ત્વોનું જ્ઞાન જરૂરી છે. જીવતત્ત્વના પૂર્ણ નિર્ણય માટે અજીવ તત્ત્વનો નિર્ણય પણ જરૂરી, તેના વિના જીવ તત્ત્વનો નિર્ણય થવો દુષ્કર. કારણ જીવદ્રવ્યથી પુદ્ગલદ્રવ્ય વિપરીત સ્વરૂપવાનું છે અને અનાદિકાળથી આત્મા અજીવમય થઈ ગયો છે, તેથી જીવતત્ત્વના નિર્ણયને પ્રતીતિરૂપકરવા અજીવ તત્ત્વનો નિર્ણય કરવો જરૂરી છે. જયાં સુધી જીવદ્રવ્યની તથા અજીવ દ્રવ્યની પ્રતીતિ ન થાય ત્યાં સુધી જીવ દ્રવ્ય પ્રત્યે રુચિના પરિણામરૂપ અને અજીવ દ્રવ્ય પ્રત્યે ઉદાસીનતાના પરિણામ થવા રૂપ સમ્યગદર્શન ન થાય અર્થાત્ સમ્યગદર્શન પ્રગટાવવા જીવાદિ નવતત્ત્વને જાણવા જરૂરી. ગીવાડું નવ પ્રત્યે નો ગાળ તરસ હોર્ડ સમેત્તિ. ભાવે સદંતો ગયાનમાવિ મત્તા જે જીવાદિ નવ તત્ત્વોને શ્રદ્ધાપૂર્વક જાણે છે તેનામાં અવશ્ય સભ્યત્વ છે જ, પણ જે નવ તત્ત્વોને જાણતો નથી અને માત્ર શ્રદ્ધા કરે છે તો તેમાં પણ સમ્યક્ત છે. જેમ ભાષ0ષ મુનિને નવ તત્ત્વનું વિશેષ જ્ઞાન ન હતું પણ જિનેશ્વરદેવે જે કહ્યું તે સાચું જ હોય તેવી પ્રબળ શ્રદ્ધાના કારણે તેમાં પણ વ્યવહારથી સમ્યક્ત ગણાય અને તે નિશ્ચય સમ્યત્ત્વનું કારણ બને.
અજીવ તત્ત્વ 1
Page #19
--------------------------------------------------------------------------
________________
सव्वाइं जिणेसर भासियाई वयणाई नन्नहा हुंति। इअ बुद्धि जस्स मणे, सम्मत्तं निच्चलं तस्स ॥५२॥.
(નવતત્ત્વ) સર્વજિનેશ્વર પરમાત્માએ જે કહ્યું છે તે સત્ય છે. આવી મતિ જેની પણ છે તેમાં અવશ્ય સમ્યક્ત છે. આત્માનો પ્રથમ સ્વભાવ પણ સમ્યગ્ગદર્શન છે, સમ્યગ્ગદર્શન વિના જ્ઞાન શુદ્ધ થતું નથી. सम्यग्दर्शनशुद्धं, यो ज्ञानं विरतिमेव चाप्नोति ॥१॥
(તસ્વાર્થ સૂત્ર કારિકા) સમ્યગ્રદર્શનથી શુદ્ધ થયેલું જ્ઞાન જ વિરતિનું કારણ બને અર્થાત્ આવું શુદ્ધ જ્ઞાન આત્માને વિભાવમાંથી અટકાવી પોતાની સ્વભાવ દશાનું ભાન કરાવી સ્વભાવ દશામાં સ્થિર કરવા પ્રેરે છે. સમ્યગ્રદર્શનના પરિણામને આત્મા જયારે અનુભવતો હોય ત્યારે તે મોક્ષમાર્ગમાં આવ્યો કહેવાય. सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ॥१॥
(તસ્વાર્થ સૂત્ર) સમકિતનો પ્રથમ પાયો આસ્તિકય છે. આત્માને પોતાના અસ્તિત્વનું ભાન હોવું જોઈએ કે હું શરીર-રૂપથી રહિત પણ શરીરમાં પૂરાયેલો આત્મા છું પણ હું (જીવ) એ શરીર નથી. માત્ર શરીર તરીકે ઉપયોગ થવો તે મિથ્યાત્વનો પરિણામ છે. જીવ જે શરીરાદિ-પર સંયોગ સાથે રહેલો છે તેનાથી છૂટવાનો (ભેદ કરવાનો) ભાવ આવે તો તે વૈરાગી. જેટલો બીજાથી ભેદ તેટલો પોતાથી અભેદ આ નિયમ છે અને તેથી તેટલા અંશે પોતાને પોતાની અનુભૂતિ થશે અર્થાત્ કાયા પ્રત્યેનો વૈરાગ્ય વધવાથી એટલે કાયા પ્રત્યેની મમતા ઘટવાથી કાયામાં રહેવા છતાં કાયાથી ભેદ પરિણામે રહેવાથી આત્મા સાથે આત્માનો અભેદ થાય અને તેટલો આત્માને આત્માના ગુણોનો અનુભવ થાય.
સમ્યગ્દર્શન એટલે વ્યવહારથી જિનેશ્વર પરમાત્માએ જે કહેલું છે તે જ સત્ય છે, શંકા વગરનું છે. આવા પ્રકારની શ્રદ્ધા આવ્યા વિના નિશ્ચયથી રુચિરૂપ ભાવ સમ્યગ્રદર્શન ન આવે. જીવમાં જીવપણાની અને અજીવમાં અજીવપણાની 2 નવ તત્ત્વ
Page #20
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા-પ્રતીતિ થાય ત્યારે સમ્યક્તના લક્ષણો (શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય) નું સંવેદન કરે. જેમકે અગ્નિમાં ઉષ્ણતાનું સંવેદન થાય તો અગ્નિ કહેવાય, તે જ રીતે પાણીમાં શીતળતાનો અનુભવ થાય તો પાણી તરીકેના શેયનું જ્ઞાન સંવેદન થાય. જિનવચનના શ્રદ્ધાના પરિણામથી તે જીવ તરીકે સ્વીકારાય તો તેમાં અનુકંપા અનુભવાય. હવે મારા વડે અપકાય, વાયુકાયના અસંખ્ય જીવોને પીડા અપાઈ રહી છે તેનો પશ્ચાત્તાપ થાય તો અપકાય, વાયુકાયના જીવોનો જીવ તરીકે આપણા આત્મામાં સ્વીકાર થયો કહેવાય અને તેના પરિણામ થકી અનુકંપાનો જે પરિણામ જીવના અસ્તિત્વના સ્વીકારરૂપ પ્રગટ થયો તે સમ્યગ્રદર્શનનો ગુણ પ્રગટ થયો કહેવાય. અઈમુત્તા મુનિ માત્ર પણગ-દશ પદની અર્થ વિચારણાથી આસ્તિકમાંથી ઉત્પન્ન થયેલી અનુકંપાથી કેવલજ્ઞાન સુધી પહોંચ્યા.
સિદ્ધાવસ્થા સ્વરૂપે શુદ્ધ એવા જીવની સમ્યગદર્શન એ બીજભૂત અવસ્થા છે. આથી સમ્યગદર્શનના પ્રથમ પાયા આસ્તિક પર આવવા આત્માના સ્વરૂપનું ચિંતન જરૂરી છે.
રૂપાતીત સ્વભાવ જે કેવળ દંસણ નાણી રે, તે ધ્યાતા નિજ આભા હોય સિદ્ધ ગુણખાણી." ધ્યાનયોગમાં પણ સૌ પ્રથમ આત્માના સ્વરૂપનું આલંબન લેવાનું છે. નિજ આત્માનું ધ્યાન ત્યારે જ કરી શકાય જો આત્માના સ્વરૂપનું જ્ઞાન હોય, વર્તમાનમાં નિજ આત્મા કર્મ, કાયા અને કષાયના સંયોગ સંબંધવાળો અશુદ્ધ દશાને પામેલો છે અર્થાત્ અજીવમય-જીવાજીવ, રૂપમય-રૂપારૂપ, યોગમય-યોગાયોગરૂપ અવસ્થાને પામેલો છે, જેથી પુદ્ગલમય સંસારી અવસ્થાને પામેલા આ આત્માનો સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે નિશ્ચય કરવા સર્વજ્ઞ કથિત અજીવ દ્રવ્યનું પણ જ્ઞાન જરૂરી છે.
અજીવ તત્વ | 3
Page #21
--------------------------------------------------------------------------
________________
અજીવ તત્વના ૧૪ ભેદો
ગાથા-૮ ધમાકધમ્મા-ગાસા તિય તિય ભેયા તહેવ અધ્ધા યા
ખંધા દેસાએસા, પરમાણુ અજીવ ચઉદસહાll૮. અર્થ: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાય દરેકના સ્કંધ, દેશ,
પ્રદેશ સ્વરૂપ ત્રણ-ત્રણ (નવ ભેદ) ભેદ, તથા કાળ (એક ભેદ) તેમજ પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ (ચાર ભેદ) એમ કુલ ૧૪ ભેદ અજીવ તત્ત્વના છે.
અજીવ તત્વનો સ્વભાવ
ગાથા-૯ ધમા ધમ્મા પુગલ, નહકાલો પંચ કુંતિ અજીવા
ચલણ-સદાવો ધમો, થિરસંડાણો અહમ્મો યાલા અર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, આકાશાસ્તિકાય તથા
કાળ આ પાંચ અજીવ છે. જીવ અને પુદ્ગલને ચાલવામાં સહાયક ધર્માસ્તિકાય છે તથા સ્થિર રહેવામાં સહાયક અધર્માસ્તિકાય છે.
4 | નવ તત્ત્વ
Page #22
--------------------------------------------------------------------------
________________
અજીવ તત્વના મુખ્ય પાંચ ભેદ છે. ૧) ધર્માસ્તિકાય ૨) અધર્માસ્તિકાય ૩) આકાશાસ્તિકાય ૪) પુલાસ્તિકાય અને ૫) કાળ.
ધર્માસ્તિકાયાદિ પાંચ તત્ત્વ એ દ્રવ્યરૂપે છે. દ્રવ્ય એટલે જે કદી ઉત્પન્ન થયું ન હોય, અનાદિથી હોય અને જે અનાદિ કાળ સુધી રહેવાનું હોય અર્થાત્ જેનો કદી નાશ થવાનો ન હોય તેમજ પોતાના મૂળ સ્વભાવને કદી છોડે નહીં અર્થાત્ સ્વ સ્વભાવને છોડયા વિના જુદી જુદી અવસ્થાને પામે તે દ્રવ્ય. દરેક દ્રવ્ય પોતાના ચોક્કસ ગુણ અને પર્યાય ધરાવતો હોય અર્થાત્ દરેક દ્રવ્યનો વિશેષ ગુણ હોય છે અને આ ગુણોની વિવિધ અવસ્થા તે પર્યાય. પર્યાયની ઉત્પતિ અને નાશ થયા કરે. જીવ સિવાયના દ્રવ્યોમાં ચેતનાનો (જ્ઞાનાદિ ગુણોનો) અભાવ છે, આથી અજીવની વ્યાખ્યા - જેમાં ચેતનાનો અભાવ તે અજીવ અને જેમાં ચેતના હોય તે જીવ -તેથી જીવ સહિત શરીરધારી જીવને સચિત્ત કહેવાય, જીવ રહિત શરીરને (પુદ્ગલને) અચિત્ત મડદું કહેવાય.
ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં કાળ દ્રવ્ય અસ્તિકાયરૂપ નથી. બાકી બધામાં અસ્તિકાય છે. અતિ એટલે પ્રદેશ (નિર્વિભાજય ભાગ), કાય એટલે સમૂહ. કાળ સિવાયના પાંચ દ્રવ્યોમાં અસ્તિકાય છે અર્થાત્ અસંખ્ય પ્રદેશોનો સમૂહ છે. આકાશાસ્તિકાયના પ્રદેશો અનંતાનંત, બાકીના જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ ત્રણે દ્રવ્યના પ્રદેશો અસંખ્યાતા અને તે અસંખ્યાતા પ્રદેશો સંખ્યાએ પ્રમાણમાં સમાન છે, જયારે પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો સંખ્યાત, અસંખ્યાત કે અનંત રૂપે પણ હોય. એક એક સ્વતંત્ર પરમાણુ સ્કંધ સાથે હોય ત્યારે તે એક પ્રદેશરૂપ છે. જયારે પુદ્ગલાસ્તિકાયના પરમાણુરૂપ પ્રદેશો સ્કંધરૂપે અસંખ્યાતા કે અનંત પણ હોય. જયારે કાળ અપ્રદેશી છે. તે માત્ર વર્તમાન એક સમયરૂપ છે. ભૂતકાળ નાશ પામ્યો છે અને ભવિષ્યકાળ ઉત્પન્ન થયો નથી, જયારે પણ કહેવાય ત્યારે વર્તમાનકાળ સમયરૂપ છે. આથી જ પરમાત્માએ ઉપદેશરૂપે કહ્યું છે કે સમર્થ લોયમ મ પમી / કાળ એ અપેક્ષાએ દ્રવ્ય છે. સમય, આવલિકા વગેરે વિશેષો છે. વિશેષો દ્રવ્યોથી કથંચિત્ અભેદ હોય છે તે અપેક્ષાએ કાળ પણ છઠું દ્રવ્ય કહેવાય. અર્થાત્ કાળ દ્રવ્યના-સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ વગેરે પર્યાયો કહેવાય. પર્યાયની અપેક્ષાએ કાળને પણ એક સ્વતંત્ર દ્રવ્ય ગણાય.
અજીવ તત્ત્વ | 5
Page #23
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યો કેટલા છે?
પાંચ અજીવ અને એક જીવ એમ કુલ છ દ્રવ્યો છે. પાંચ દ્રવ્યો અરૂપી છે. પુદ્ગલ દ્રવ્ય માત્ર રૂપી છે. વિ: પુકાના: જેમાં ચેતના ન હોય તે અજીવ. જીવ સિવાયના પુદ્ગલઆદિ પાંચ દ્રવ્યો અજીવ (જડ) છે.
(૧) ધર્માસ્તિકાય : ધર્માસ્તિકાય એ અરૂપી એવું ૧૪ રાજલોક વ્યાપી અસંખ્યાત પ્રદેશો અખંડસ્વરૂપી અજીવદ્રવ્ય છે. ધર્માસ્તિકાયનો સ્વભાવ - જીવ અને જડ (પુદ્ગલને) ને ગતિ કરવામાં સહાય કરવાનો. પુદ્ગલ અને જીવનો ગતિ કરવાનો પોતાનો સ્વભાવ છે પણ ધર્માસ્તિકાયની હાજરી વિના ગતિ કરી શકે નહીં, જેમ માછલી સ્વ વેગે ગતિ કરી શકે છે છતાં પાણી વિના ગતિ કરતી નથી અર્થાત્ જેમ માછલીને ગતિ કરવા માટે પાણીની હાજરી જરૂરી છે તેમ જીવ અને પુદ્ગલ બન્ને ગતિ સ્વભાવવાળા હોવા છતાં તેને ગતિ કરવામાં ધર્માસ્તિકાયની સહાયની જરૂર રહે છે. વિજ્ઞાન પણ ધર્માસ્તિકાયને ‘ઈથર” તરીકે સ્વીકારે છે. ઈ.સ. ૧૯૪૪ પછી આઈન્સ્ટાઈને સાપેક્ષવાદની દષ્ટિથી ‘ઈથર’ ને અખંડ-અરૂપી રૂપે માન્યું અને લોકને પરિમિત અને અલોકને અપરિમિત સ્વીકાર્યું.
(૨) અધર્માસ્તિકાય : અર્ધમાસ્તિકાય એ પણ ૧૪ રાજલોકમાં વ્યાપીને રહે છે. તે અસંખ્ય પ્રદેશી, અખંડ, અરૂપી એક અજીવ દ્રવ્ય સ્વરૂપે છે. તેનો સ્વભાવ જીવ અને પુદ્ગલને સ્થિરતા કરવામાં સહાયક છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય
6 | નવ તત્ત્વ
Page #24
--------------------------------------------------------------------------
________________
જયાં સુધીના લોકમાં ફેલાઈને રહેલા છે ત્યાં સુધીના આકાશક્ષેત્રને ૧૪ રાજલોક' પ્રમાણ કહેવાય છે. જીવ અને પુદ્ગલ બન્ને ગતિ કરવાના સ્વભાવવાળા હોવા છતાં ૧૪ રાજલોકની બહાર એક પણ જીવ કે પુદ્ગલ દ્રવ્યનું અસ્તિત્વ નથી પણ ફકત ૧૪ રાજલોકમાં જ સર્વત્ર જીવ-પુદ્ગલ દ્રવ્યનું અસ્તિત્વ છે. કેવલી ભગવંત પણ જયારે સમુદ્ધાત કરે ત્યારે નાભિના આઠ રુચક પ્રદેશોને મેરૂ પર્વતના મધ્ય ભાગ ૫ જે આઠ રુચક પ્રદેશો છે જયાંથી દિશા-વિદિશા નીકળે છે ત્યાં આત્માના પ્રદેશોને સ્થાપન કરે અને ૧૪ રાજલોકના એક એક પ્રદેશ પર એક એક આત્મપ્રદેશોને ગોઠવે અર્થાત્ ૧૪ રાજલોકના સમગ્ર આત્મપ્રદશો પર વ્યાપે છે. પણ આલોકમાં એક પણ આત્મપ્રદેશ જતું નથી. આથી લોકની બહાર એકપણ સૂક્ષ્મ કે બાદર જીવ નથી, તેથી જે આત્માઓ સર્વ કર્મથી રહિત જેવા થાય તેવા તરત જ એક જ સમયમાં ગતિ કરીને સીધા સરળ ગતિએ લોકાન્ત પર પહોંચી લોકાન્તને સ્પર્શીને રહે છે, પણ અલોકમાં જઈ શકતા નથી કારણ કે ત્યાં ગતિ કરવામાં સહાયક ધર્માસ્તિકાય દ્રવ્ય નથી.
આઠ રુચક પ્રદેશો સંપૂર્ણ શુદ્ધ છે તો તેનો અનુભવ કેમ થતો નથી
આત્માના આઠ રુચક પ્રદેશો સિવાયના બાકીના અસંખ્ય પ્રદેશો આઠ કર્મથી યુક્ત હોવાથી અશુદ્ધ છે અને તે બધા પ્રદેશો સાથે સંલગ્ન અખંડ રીતે જોડાયેલા છે. સર્વાત્મ પ્રદેશો સાથે કાર્ય કરે છે તેથી આત્માના એક પ્રદેશમાં લોકાલોકમાં ન માય તેટલું સુખ હોવા છતાં જયાં સુધી આત્માના સુખ (આનંદ) ને રોકનાર મોહ સર્વથા નાશ ન પામે ત્યાં સુધી આત્મસુખની અનુભૂતિ ન થાય.
જ્ઞાનના ઉપયોગમાં દર્શન પ્રથમ આવવું જોઈએ. મોક્ષમાર્ગ પણ દર્શનથી જ શરૂ થાય છે. પ્રથમ શુદ્ધ વ્યવહાર આવે એ પછી નિશ્ચય આવે. જે વ્યવહાર મૂકાયો છે તે નિશ્ચય માટે જ મૂકાયો છે તેવી અપૂર્વ શ્રદ્ધા જોઈએ, તો જ વ્યવહારથી નિશ્ચય ધર્મ પામી શકાય. વ્યવહારથી પ્રથમ પરમાત્માના દર્શન મૂક્યાં અને નિશ્ચયમાં આત્માના દર્શન મૂકયા અર્થાત્ વ્યવહારથી દેહ-પ્રતિમાના દર્શન જે વીતરાગને સૂચવનાર છે તેમાં નિશ્ચયથી આત્મ દ્રવ્યમાં રહેલા ગુણોના દર્શન કરવાના છે.
આત્મદ્રવ્ય કેવું છે?
અસંખ્ય પ્રદેશી, અખંડ, અવિનાશી, અરૂપી, અગુરુલઘુ અને અવ્યાબાધ. આ આત્માનું મૂળ સ્વરૂપ છે.
અજીવ તત્ત્વ | 7
Page #25
--------------------------------------------------------------------------
________________
निज विशुद्धात्मस्वरूप दर्शनकरणीभूतात्म परिणाम बत ज्ञानप्राणभूता वर्तते।
| (દ્વાત્રિશત-દ્વાચિંશિકા ટીકા) પોતાના વિશુદ્ધાત્માના સ્વરૂપનું દર્શન થાય તેવો જ્ઞાનનો પરિણામ આત્મામાં સતત પ્રાણની જેમ વર્તવો જોઈએ અને તેમાં અનંત જ્ઞાનાદિ ગુણ સંપતિ છે તેના દર્શન આત્માએ નિરંતર કરવાના છે અર્થાત્ “હું શેય આત્મા અરૂપી દ્રવ્ય છું”, મારે શેય રૂપે આત્માના નિરંતર જ્ઞાતા બનવાનું છે. આ જ પ્રથમ જિનાજ્ઞા છે.
પ્રભુદર્શન કરવા ભણી, દર્પણ પૂજાવિશાલ,
આભ દર્શનથી જુએ, દર્શન હોય તકાળ. શુદ્ધ ઉપયોગને સમતાઘારી, જ્ઞાન ધ્યાન મનોહારી કર્મ કલંકકુ દૂરનિવારી જીવ વરે શિવનારી
| (આત્મ સ્વભાવની સક્ઝાય) શુદ્ધોપયોગ રૂ૫ ભાવપ્રાણ રૂપે જીવવું એ જ પ્રધાન જિનાજ્ઞા છે, એના જ ફળરૂપે આત્મા પોતાના સમતા સ્વભાવમાં રમણતા કરી શકે છે. એ જ સાચું જ્ઞાન જે ધ્યાનનું કારણ બને. આથી જ પૂજાના વ્યવહારમાં દર્પણમાં પરમાત્માનું મુખ જોવાનો વ્યવહાર કહ્યો છે અને તે આત્મદર્શન કરવાના અભ્યાસરૂપે જ છે. પરમાત્માના પૂજાદિના ઉપચાર નિમિત્તે પણ સ્વભાવની ભાવપૂજા-આત્મગુણોને પ્રગટાવવાનો લક્ષ રાખવાનો છે. જે જ્ઞાનમાં આત્માની રુચિ થતી નથી તે જ્ઞાન અજ્ઞાન રૂપ છે.
આત્મ જ્ઞાન થી જ્ઞાન Èશેષ સભી અજ્ઞાન,
વિશ્વ શાંતિકા મૂલ હૈ, વીતરાગ વિજ્ઞાન. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ અધ્યાત્મ સારમાં કહે છે, “માત્મજ્ઞાન ધ્યાન.'આત્મજ્ઞાનનું ફળ ધ્યાન અને ધ્યાનનું ફળ ત્મિહિત = આત્મસ્વભાવમાં રમણતા. (આત્મ સ્વભાવમાં સ્થિરતા આત્માના સમતા સ્વભાવનો અનુભવ.)
“અસ્તિ સ્વભાવ છે આપણો રે, રુચિ વૈરાગ્ય સમેત. પ્રભુ સન્મુખ વંદન કરીએ, માગીશ આત્માહેતો”
(કુથુનાથ સ્તવન પૂ. દેવચંદ્ર મ.સા.) 8 | નવ તત્ત્વ
Page #26
--------------------------------------------------------------------------
________________
જીવ અને જડના (જીવ-અજીવ) શેયના જ્ઞાતા બનવું એ જીવનો સ્વભાવ છે તેથી અજીવને જાણીને આપણા આત્માના અસ્તિત્વના જ્ઞાતા બનવા રૂપ અને તેની રુચિ કરવા રૂપ પ્રથમ સમ્યગ્રદર્શન-આત્મગુણરૂપ બનવા જિનાજ્ઞાનું પાલન કરવું જોઈએ. આત્માના અસ્તિત્વના જ્ઞાનના નિર્ણય માટે આકાશાસ્તિકાયના અસ્તિત્વ સ્વરૂપનો નિર્ણય અને તેના વડે આત્માના અસ્તિત્વનો નિર્ણય બહુજ સરળ થાય કારણ કે આત્મદ્રવ્ય અને આકાશાસ્તિકાય દ્રવ્યમાં ઘણી સામ્યતા છે.
ગાથા-૧૦ અવગાહો આગાસ, પુરાલ-જીવાણપુગલા ચઉદા.
ખંધા દેસાએસા, પરમાણ્વ નાયબ્રા||૧૦|| અર્થ: આકાશ, જીવ અને પુદ્ગલને અવકાશ (જગ્યા) આપવાના સ્વભાવવાળું
છે. (સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણું એમ ચાર પ્રકારે પુદ્ગલો જાણવા.) આકાશ અને આત્મ દ્રવ્યમાં શું સામ્યતા છે :
(૩) આકાશાસ્તિકાય : “જેમ વ્યોમ નિર્બધ છે, તેમ છે આત્મપ્રદેશ; પણ જડ અંબર, આત્મા ચતન્ય છે પરમેશ,” જેમ આકાશ નિર્લેપ, અરૂપી હોવાથી કોઈથી બંધાતું નથી તેમ આત્મપ્રદેશો પણ નિર્લેપ, અરૂપી હોવાથી કોઈથી બંધાવાના નથી. આમ આત્મા અને આકાશનું સામાન્ય સ્વરૂપ સમાન છે. માત્ર આકાશમાં ચૈતન્યનો અભાવ છે તેથી તે જડ છે. આકાશ એ લોકાલોક વ્યાપી અખંડ અક્ષય દ્રવ્ય છે. જીવ પણ વ્યકિતગત રીતે અખંડ-અક્ષય દ્રવ્ય છે. આકાશ સ્વરૂપે અરૂપી છે. આત્મા પણ સ્વરૂપે અરૂપી છે અને તેથી નિરંજન અને નિરાકાર છે. એ જ રીતે આકાશ પણ નિરંજન નિરાકાર છે. આમ છતાં આકાશ જે વાદળી રંગ રૂપે દેખાય છે તે શું છે? તે ભ્રમ છે. આકાશમાં રહેલા વાયુમંડળ તથા પોદ્ગલિક રજના કારણે દર્શનક્રિયાના નિયમાનુસાર વસ્તુ વિવિધ રંગની દેખાય. સૂર્યના કિરણો વાતાવરણમાં અમુક રીતે પ્રસરતા હોવાથી, આકાશ આકૃતિ રહિત હોવા છતાં ઘુમ્મટાકારે દેખાય છે. તેમાં સૂર્યના વક્રાકાર કિરણો કારણભૂત બને છે. આત્મા અગુરુલઘુ છે તેમ આકાશ પણ અગુરુલઘુ-વજનદાર કે હલકું નથી. નિર્લેપ દ્રવ્ય છે. અવ્યાબાધ જેમ આત્માનું સ્વરૂપ છે અર્થાત્ શુદ્ધાત્મા દ્રવ્ય કોઈને પણ પીડા કરી શકતું નથી અને કોઈથી પીડા પામી શકતું નથી તેમ આકાશ દ્રવ્ય નિર્લેપ, અવ્યાબાધ છે તેથી તેને ગમે તેટલી તલવારાદિ તીક્ષ્ણ શસ્ત્રાદિની કોઈ
અજીવ તત્ત્વ | 9
Page #27
--------------------------------------------------------------------------
________________
અસર થતી નથી. તેમ આકાશથી પણ કોઈ પણ દ્રવ્યને કંઈ અસર થતી નથી. આમ અવ્યાબાધ એ આકાશ અને આત્માનું સામાન્ય સ્વરૂપ છે. આમ આપણને આત્મ સ્વરૂપની પ્રતીતિ થઈ જાય કે હું આત્મદ્રવ્ય અવ્યાબાધ પીડા રહિત છું અર્થાત્ જેમ અગ્નિ ગમે તેટલું પ્રબળ પ્રજવલિત થાય તો પણ આકાશદ્રવ્યને તેની અસર ન થાય તેમ આત્મદ્રવ્યને પણ પ્રબળ અગ્નિની કે તીણ શસ્ત્રની કોઈ અસર ન થાય, પીડા ન થાય અર્થાત્ આત્મા પીડાથી રહિત છે. આ જ્ઞાનનો નિર્ણય થઈ જાય તો તે પ્રમાણે રુચિ પ્રગટ થાય રુચિ અનુયાથી વીર્થ જેની રુચિ તે પ્રમાણે થવાનો પ્રયત્ન પણ આત્મામાં સહજ થાય. ગજસુકુમાલ મુનિ અગ્નિના ઉપસર્ગમાં પણ ડગ્યા નહીં.:
જેમ વ્યવહારમાં ધન પ્રાપ્તિની રુચિ છે તો ઘન પ્રાપ્તિ માટે ઘર, કુટુંબ, સ્વજન છોડીને દેશ વિદેશ, જંગલાદિમાં પણ સાહસ કરવા સહજ પ્રેરાઈને માનવી પુરુષાર્થ કરે છે. ભોજન પ્રત્યે રુચિભાવ તો ભોજન માટેના પ્રયત્ન પણ સહજ થાય. આમ આત્માના સ્વરૂપની જો રુચિ થાય તો તેને પામવાનો પુરૂષાર્થ પણ સહજ થાય, તેમાં આશ્ચર્યનહીં. આથી
જ ગજસુકુમાલ મુનિને દીક્ષાના પ્રથમ દિવસે સ્વ સ્વરૂપને પામવાની થયેલી તીવ્ર ઝંખનાને કારણે પ્રભુ પાસે પ્રતિમા ધ્યાનની અનુજ્ઞા માંગી, કાઉસ્સગ ધ્યાનમાં રહ્યા અને તે જ દિવસે સોમિલ બ્રાહ્મણે તેમના મસ્તક પર ખેરના અંગારા ભરી સગડી બનાવી. આમ છતાં આવા ઘોર ઉપસર્ગમાં પણ મુનિએ સમતા સ્વભાવ ન છોડયો, કારણ શું? શું અગ્નિ તેમને બાળી ના શકયો? ના, અગ્નિ શરીરને બાળી શકયું પણ આત્માને નહીં! કારણ આત્મામાં આ અપૂર્વ નિર્ણય થઈ ચૂકયો હતો કે શરીર એ હું નહીં. પરંતુ હું એટલે અક્ષય, અરૂપી, અભેદ્ય, અદાહ્ય, અછેદ્ય એવો આત્મા છું. આથી જે બળે છે તે આત્માથી પર એવી અનાદિની લાગેલી ઉપાધિ બળી રહી છે-ટળી રહી છે. આત્માનો બંધનનો ભાર નીકળી રહ્યો છે તેનો તેમને આનંદ આવ્યો તેથી આર્તધ્યાનરૂપ પીડામય થવાને બદલે પરમાનંદના કારણભૂત પરમ ઉદાસીનતા રૂપ શુક્લધ્યાન પર ચડતા ક્ષપકશ્રેણી માંડી તેમણે ક્ષાયિક પરમાનંદ રૂપ સમતા સ્વભાવ પ્રગટ કર્યો.
10 | નવ તત્ત્વ
Page #28
--------------------------------------------------------------------------
________________
આકાશ અવકાશિત અને પ્રકાશિત છે. આકાશ સર્વદ્રવ્યોને પોતાનામાં રહેવા જગ્યા આપે છે અર્થાત્ બધા દ્રવ્યો આકાશને આધારે રહેલા છે. આકાશ સર્વને પોતાનામાં સમાવી લે છે છતાં તે પીડા પામતો નથી, તેમ આત્માએ પણ સર્વ જીવોને મૈત્રાદિભાવ વડે સ્વમાં સમાવી લેવાના છે અને પછી સ્વરૂપથી સર્વમાં સમાઈ જવાનું છે. જે સર્વ જીવોને સિદ્ધ સ્વરૂપી સ્વીકારી પોતાના આત્મામાં સમાવી લે છે અને કોઈ જીવ પ્રત્યે રાગ તેષનો વિષમભાવ રાખતા નથી, તેઓની જ દષ્ટિ સંપૂર્ણ નિર્મળ બને છે અને તે જ સર્વ જીવો સાથે સમભાવે વર્તન કરતા, રાગ-દ્વેષ રહિત થતા વીતરાગ બને છે અને વીતરાગ બનેલો આત્મા સર્વ જ્ઞેય અને સ્વ પર પૂર્ણ પ્રકાશક બને છે. અરિહંતના આત્માઓ સર્વ જીવોને પોતાના હૃદયમાં સ્થાન આપે છે તેથી એકેન્દ્રિય જીવો પણ અરિહંત પરમાત્માને અનુકૂળ થઈને રહે છે. વૃક્ષો નમી પડે છે, વાયુ અનુકૂળ થાય છે. સિદ્ધમાં એક જીવ જાય છે ત્યાં અનંતા બીજા સિદ્ધના જીવોમાં તે જીવ સમાઈ જાય છતાં કોઈને પીડા કે અકળામણ થતી નથી. આત્મા જ્ઞાન વડે લોકાલોક વ્યાપક અને પ્રકાશક છે. આકાશમાં બધા પદાર્થો પ્રકાશિત થાય છે. આકાશમાં અનંત અનંત પુદ્ગલ સ્કંધો પ્રકાશ આપે છે. તેમાં જ પદાર્થોની છાયાદિ આકૃતિઓનું પ્રતિબિંબ પડે છે. પ્રકાશના તેજ પુદ્ગલો અંધકારરૂપ પરિણામ પામે છે. આ પ્રમાણે પુદ્ગલ સ્કંધમાં ૧૦૦ પરિણામો થાય છે. તેથી જ જગતમાં વિચિત્રતાઓ દેખાય છે.
જેમ આકાશાસ્તિકાય સર્વને પોતાનામાં સમાવી લે છે અને સર્વ તેમાં પ્રકાશિત થાય છે, જે રીતે ધર્માસ્તિકાય પણ પોતાના સ્વરૂપને જોયા વિના ગતિ કરવાના સ્વભાવવાળા જીવ- પુદ્ગલ દ્રવ્યને સહાય કરે છે, તેમ જે ભવ્યાત્મા પોતાનો મોક્ષ પ્રગટ કરવાની યોગ્યતા ધરાવતા હોય તેમાં સહાયક બનવાની પરમ ફરજ છે. પરસ્પર ૩પપ્રદો નીવાનાં એક જીવે બીજા જીવ પર ઉપગ્રહ એટલે ઉપકાર કરવો એ જીવ સ્વભાવ છે. જીવનો અંતિમ મુખ્ય સ્વભાવ છે સ્વયં કોઈને પીડા આપવી નહીં અને કોઈથી પીડા પામવી નહીં. આથી જીવ જયારે પોતે કોઈ પ્રકારની પીડા પામતો નથી ત્યારે પ્રથમ સ્વ જીવ પર ઉપગ્રહ કરે છે અને પછી બીજા કોઈને પીડા આપતો નથી ત્યારે બીજા પર તેણે ઉપગ્રહ કર્યો કહેવાય. આમ જે જીવમાં આ સ્વભાવ જયારે સિદ્ધ બને ત્યારે પૂર્ણ રૂપે પ્રગટ કરે ત્યારે જીવે બીજા ઉપર ઉપગ્રહ કર્યો કહેવાય. આથી જ જિનાજ્ઞા પણ તે જ પ્રમાણે છે. સર્વે નીવા ન દંતવ્વા અર્થાત્ કોઈ પણ જીવને હણવો ન જોઈએ – પીડા આપવી ન
અજીવ તત્વ | 11
Page #29
--------------------------------------------------------------------------
________________
જોઈએ. આથી પરમાત્માની આજ્ઞાનો સાચો ઉપાસક ભાવસાધુ જ છે જેમને આ જ મહત્ત્વની પ્રતિજ્ઞાનો સ્વીકાર કરવાનો હોય છે કે કોઈપણ જીવને હણવો નહી, હણાવવો નહીં અને હણતાની અનુમોદના પણ કરવી નહીં. આથી સાધુ જ પૂર્ણ અહિંસામય જીવન જીવી શકે અર્થાત્ સર્વ જીવો સાથે સાચા અર્થમાં મૈત્રીપૂર્વક વર્તી શકે. સાધુની પણ મુખ્ય વ્યાખ્યા તે જ છે કે, સહાય કરે તે સાધુ અથવા સર્વ જીવો સાથે સમભાવ પૂર્વક વર્તે તે મોક્ષમાર્ગની સ્વયં આરાધના કરે અને મોક્ષમાર્ગની આરાધના કરતા જીવોને સહાય કરે તે સાધુ. એ જ રીતે સર્વ જીવોને સમદ્રષ્ટિથી જુએ અને તે જ પ્રમાણે વર્તન કરે તે સાધુ. અધર્માસ્તિકાયનો સ્વભાવ છે કે સ્થિરતા કરવાની ઈચ્છાવાળા જીવને અને પુગલને તેના એક સ્થાને સ્થિરતા કરવામાં તે પોતાનું સ્વરૂપ છોડવા વિના સહાય કરે છે તો આપણે પણ તે રીતે આપણા સમતા આનંદ સ્વભાવમાં સ્થિર થઈને બીજા આત્માઓને પણ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણોમાં અને શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા કરવામાં સહાયક બનવું જોઈએ. જે સ્વ સ્વભાવમાં સ્થિર થઈ શકે તે સ્થિરતાની ઈચ્છા કરનાર ભવ્યાત્માઓને સ્થિર થવામાં સહાયક બની શકે.
આત્મામાં સ્થિરતા પામવા શું જરૂરી?:
જેમ રણપ્રદેશમાંથી મધ્યાહ્નકાળે પસાર થતી વખતે ત્યાં સ્થિરતા કરવાની ઈચ્છા થાય અને તે સમયે કોઈ ઘટાદારવૃક્ષ મળી જાય તો જીવ તેની છાયામાં જઈ સ્થિર થઈ શકે, પણ ઝાડની છાયા જીવને પકડી રાખતી નથી પણ જીવ તેની હૈયાતિના કારણે સ્થિર થઈ શકે છે. તેમ અધર્માસ્તિકાયની હાજરીના કારણે જીવ અને પુદ્ગલ કોઈ પણ સ્થાનમાં સ્થિરતા પામી શકે છે પણ કર્મવશ જીવને તે સ્થિરતા અલ્પકાલીન સમય માટે પ્રાપ્ત થાય છે. કાયમી સ્થિરતા તો જીવની લોકાંત પર થાય છે. શુદ્ધાત્માનો સ્વભાવ ઊર્ધ્વગતિ કરવાનો છે પણ જયાં સુધી કર્મના સંયોગવાળો અશુદ્ધાત્મા છે ત્યાં સુધી જુદી જુદી દિશા વિદિશામાં તે ગતિ કરે છે. જે સમયે આત્મા સર્વથા કર્મરહિત થાય છે તે સમયે આત્મા સીધો ઊર્ધ્વગતિ કરી ધર્માસ્તિકાયની હાજરીના કારણે લોકાતે પહોંચે છે, કારણ કે લોકના છેડે ધર્માસ્તિકાય દ્રવ્ય પૂર્ણ થાય એથી આગળ તે ગતિ કરી શકતો નથી તથા જીવને સ્થિરતામાં સહાયક કરનાર અધર્માસ્તિકાય પણ ત્યાં જ છે તેથી ત્યાં જ તે સ્થિરતા કરે છે. લોકાંત સુધી જ અધર્માસ્તિકાયનું અસ્તિત્વ હોવાથી ત્યાં જ શાશ્વત સ્થિરતા
12 | નવ તત્ત્વ
Page #30
--------------------------------------------------------------------------
________________
થાય છે અને આત્મપ્રદેશોની પૂર્ણ સ્થિરતા ૧૪મા ગુણસ્થાનકે શૈલેશીકરણ કરતી વખતે સમગ્ર પગલયોગથી છૂટી આત્મપ્રદેશોમાં જયારે વીર્ય પૂર્ણ પ્રવર્તમાન થાય ત્યારે પુગલ યોગ અભાવરૂપ આત્મપ્રદેશોની સ્થિરતા થાય છે અર્થાત્ હવે માત્ર આત્મપ્રદેશોમાં પૂર્ણ આત્મવીર્યનું પ્રવર્તન હોવાથી આત્મપ્રદેશોમાં અસ્થિરતા દૂર થાય છે અને આત્મપ્રદેશો સંપૂર્ણ મેરુ સમાન સ્થિર થઈ સીધા ઊર્ધ્વગતિ કરી લોકાન્ત સ્થિર થાય છે.
આત્મપ્રદેશોની સ્થિરતા માટે યોગ સ્થિરતા જરૂરી. યોગ સ્થિરતા માટે મોહની વિગમતા જરૂરી. સમુદ્ર ભરતી વિના એકદમ શાંત-સ્થિર હોય છે ત્યારે તેમાં ચંદ્રનું પ્રતિબિંબ બરાબર પડે છે અને તે સ્પષ્ટ દેખાય છે પણ વાયુનો પ્રકોપ થતાં સમુદ્રમાં જયારે ભરતી આવે ત્યારે મોજાં ઉછળે અને પાણીમાં તરંગોરૂપી અસ્થિરતા આવે ત્યારે તેમાં ચંદ્રનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતું નથી તેમ આત્મામાં પણ મોહરૂપી વાયુ પ્રકોપ પામે એટલે યોગરૂપ અસ્થિરતા શરૂ થાય. જયાં સુધી યોગરૂપી અસ્થિરતા ત્યાં સુધી કર્મનો બંધ થાય. કર્મબંધના ચાર કારણોમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ છે. સૌ પ્રથમ કર્મબંધની દીર્ઘ સ્થિતિમાં મુખ્ય કારણ મિથ્યાત્વ છે. અલ્પબંધ માત્ર યોગ નિમિત્ત છે. મિથ્યાત્વ જાય એટલે સંસારની પરંપરાનો અંત આવે. અશુભ અનુબંધનો આધાર મિથ્યાત્વ છે. પ્રશસ્ત અનુબંધનો આધાર સભ્ય છે. સમ્યગ્ગદષ્ટિને અલ્પ કર્મબંધ કહ્યો છે.
પ્પણિ દોર્ડ વંધો આત્મામાં મિથ્યાત્વનો ઉદય જેટલો તીવ્ર તેટલા વિકલ્પોરૂપી તરંગો તીવ્ર પ્રવર્તે, તેમ કર્મબંધ પણ તીવ્ર થયા કરે. મિથ્યાત્વના ઉદયે પર વસ્તુમાં આદર, બહુમાન, સુખબુદ્ધિ, મારાપણું, પર વસ્તુગ્રહણ, પરિણમન, સંગ્રહાદિ ભાવની પ્રબળતા વધે તેથી વીર્ય તે દિશામાં તીવ્ર રુચિવાળું બની તે સંબંધિ પ્રર્વત્તમાન થવાના કારણે આત્મપ્રદેશોમાં અસ્થિરતા વધતી જાય. જેમ જેમ આત્મા પરથી છૂટવાની ભાવનાવાળો બની સ્વગુણ-સ્વરૂપમાં રમણતા-સ્થિરતાના લક્ષવાળો, યોગથી નિવૃત્ત થાય તેમ તેમ આત્મપ્રદેશોમાં સ્થિરતા વૃદ્ધિ પામે.
મમ્મણને ૭મી નરકનો બંધ શા માટે?
મમ્મણને રત્નનો બળદ ઉપાદેય લાગ્યો. ધન મેળવવાની તીવ્ર આસકિતના કારણે ધન માટે રાત- દિવસ પ્રવૃત્તિ કરવા વડે ચિત્તની તદાકારતા માત્ર ધન પ્રાપ્તિમાં રહી. આત્મામાંથી ચિત્ત અસ્થિર થઈ માત્ર ધનમાં સ્થિર થયું. જેમ જેમ આત્મા
અજીવ તત્ત્વ | 13
Page #31
--------------------------------------------------------------------------
________________
હવે આ લાગુ
એ ભાવ હોય તો જ્ઞાની પણ ડૂબી જાય...
જેમ જમાલી.
Page #32
--------------------------------------------------------------------------
________________
સ્વમાં સ્થિર થાય તેમ તેમ પરથી અસ્થિર થાય અને આત્મ રમણતા વધતી જાય. આત્મા જેમ જેમ પરમાં સ્થિર થાય તેમ તેમ સ્વમાં અસ્થિર - ભ્રમણતા વધતી જાય. અજવદ્રવ્ય રૂપી અને અરૂપી બે પ્રકારે છે તેમાં માત્ર પુદ્ગલ દ્રવ્ય રૂપી છે, અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય અરૂપી છે અને આત્મા પણ અરૂપી છે પણ હાલ કર્મને વશ બનેલો આત્મા “રૂપી” એવા પુદ્ગલ શરીરમાં પૂરાયેલો છે. રૂપી એવા શરીરને જોતાં અરૂપી એવો મારો આત્મા આમાં પૂરાયેલો છે તે યાદ આવે છે? અથવા હું અરૂપી તેવો સ્વીકાર છે ખરો? શું સર્વશની વાતનો આપણે સ્વીકાર કરીએ છીએ? જો ખરેખર સ્વીકાર કરતા હોઈએ તો તે પ્રમાણે વ્યવહારમાં તેની આચરણા થવી જોઈએ તો તેની અસર તરત આપણને થાય.
અરૂપી આત્માનો સ્વીકાર થાય તો સનકુમાર ચક્રવર્તીની જેમ રૂપને સુધારવાનું મન ન થાય.:
સનકુમાર ચક્રવર્તીને પૂર્વે પોતાના રૂપ પર અભિમાન હતું પણ જયારે દેવો પરીક્ષા કરવા આવ્યા અને તેઓએ જે રૂપના વખાણ કર્યા તે શરીરના રૂપનું જે રીતે પરાવર્તન જોયું અને તે રૂપી શરીરમાં ૧૬ મહારોગોના દર્શન કર્યા ત્યારે નિર્ણય થયો કે હું અરૂપી આત્મા છું. જે રૂપ છે તે હું નહીં પછી તે રૂપ તરફ દષ્ટિ પણ કરી નહીં, રોગોને દૂર કરવાનો કે વિકૃત થયેલા રૂપને સુધારવાનો પણ કોઈ પ્રયત્ન તેણે કર્યો નહીં. તપથી કાયાને એવી તપાવી કે તેમને અનેક લબ્ધિઓ પ્રગટ થઈ છતાં રોગોને દૂર કરવાની તેમને ઈચ્છા ન થઈ કારણ કે નિર્ણય થઈ ગયો કે હુંઅરૂપી છું. અરૂપીમાં કાંઈ બગડતું નથી અને જે રૂપ છે તે બગડયા વિના રહેતું નથી. પોતાના અરૂપીપણાની ખાતરી થવાથી તેની જ રુચિ ઉભી થઈ અને રૂપીની ઉપેક્ષા કરી તેઓ અરૂપીના ધ્યાનમાં મગ્ન થયા.
આત્મદ્રવ્યનો નિર્ણય કરવા અને તે નિર્ણય કરીને આત્માએ પોતાના સ્વભાવમાં રમણતા કરવા, સ્વરૂપમાં સ્થિરતા કરવા માટે અજીવ તત્ત્વના નિર્ણયની જરૂર છે. આત્માને પોતાના સહજ સ્વભાવમાં ન રહેવાનું મુખ્ય કારણ જ પોતાના સ્વરૂપનું વિસ્મરણ છે અને તે વિસ્મરણનું મુખ્ય કારણ સ્વરૂપની વિકૃતિ અઘાતિ નામ કર્મના ઉદયથી અર્થાત્ રૂપી પુદ્ગલ દ્રવ્યના સંયોગથી થઈ છે. આથી જીવ અને અજીવની સ્વરૂપ સ્થિતિને સમજી અરૂપી એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયની સહાય વિશેષથી જાણી લેવી જરૂરી છે. આત્મા અખંડ
અજીવ તત્ત્વ | 15
Page #33
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય છે, તેમ આકાશ પણ એક અખંડ દ્રવ્ય છે અને તે લોકાલોક વ્યાપી છે. આત્માના જ્ઞાનાદિગુણનું માપ કાઢવા આકાશ સિવાય બીજું કોઈ દ્રવ્ય કામ લાગે નહીં. કેવલજ્ઞાનનું માપ કેટલું? જેમ આકાશ અમાપ, તેનો કોઈ છેડો નહીં તેમ કેવલજ્ઞાનનો કોઈ છેડો નહીં. અમાપ એવા આકાશાસ્તિકાયના અસ્તિત્વનો નિશ્ચય જ્ઞાન દ્વારા જ થાય. તેનાથી કેવલજ્ઞાનની અમાપતાનો અનંતતાનો ખ્યાલ આવે. તેમ આનંદનું માપ શું? જેટલું જ્ઞાન શુદ્ધ તેટલો આનંદ પ્રગટે. મોહની ઉપાધિ રહિત બનેલું શુદ્ધ જ્ઞાન આનંદરૂપ થાય છે. જ્ઞાનાનંદે પૂરણ પાવનો વર્જિત સકલ ઉપાધિ
(પૂ. આનંદઘનજી મ.સા.) • આત્માનું સુખ અમાપ-અર્થાતુ ઊંડાGivમાં ન સમાયઃ
“આરોપિત સુખ ભ્રમઢલ્યોરે, ભાસ્યો અવ્યાબાધ,
તુમ સુખ એકપ્રદેશનું રેનવિભાવે લોકાકાશ, તો અમને સુખી કરો અમે ધરીએ તમારી આશ, અખય ખજાનો મારા નાથનોરેમે દીઠો ગુરુ ઉપદેશ, લાલચ લાગી સાહિબા, નવિ ભજીએ કુમતિ લેશ.”
(પૂ. દેવચંદ્રવિજય મ.સા.) આત્માના એક પ્રદેશમાં રહેલું સુખ લોકાલોકમાં ન સમાય તો આત્માના અસંખ્ય પ્રદેશમાં રહેલું સુખ કયાંથી સમાય?
જ્ઞાનાદિક ગુણ સંપદારે તુજ અનંત અપાર તે સાંભળતા ઉપની ચીરે તેણે પાર ઉતાર. (૧)
(અજિતનાથ સ્તવન) (પૂ. દેવચંદ્રવિજય મ.સા.) જો આપણને આપણા સુખની પ્રતીતિ થઈ જાય તો પૌદ્ગલિક સુખમાં મોહના કારણે થયેલા ભ્રમથી જે સુખનું આરોપણ કર્યું છે તે ભ્રમ ટળી જતા આત્માને સાચા સુખની અને અનંત જ્ઞાનની ઝંખના પ્રગટ થશે. જેને આત્મ સુખને અનુભવવાની તીવ્ર ઝંખના થાય તે પરમાત્માની ઉત્કૃષ્ટ આજ્ઞાના પાલન માટે ઉત્સુક બને અને સર્વ પ્રયત્નપૂર્વક તે આજ્ઞા પાળે અને તેને વર્તમાનમાં ધર્મનાં ફળરૂપે આત્મસ્વભાવ (સમતા-આનંદ) ની સહજ અનુભૂતિ થાય. કાંકદીના પન્ના
16 | નવ તત્ત્વ
Page #34
--------------------------------------------------------------------------
________________
અણગારે પ્રભુના સાનિધ્યમાં રહી એવી સંવેગ જ્ઞાનપૂર્વક તપ ધર્મની આરાધના કરી કે વીર પરમાત્માએ તેની ૧૪ હજાર સાધુઓમાં શ્રેષ્ઠ સાધુ તરીકે પ્રશંસા કરી. જેણે આત્મ સુખની અનુભૂતિ માટે કાયાને માત્ર હાડપિંજરરૂપ કરી નાંખી. આત્માના સુખની અનુભુતિ માટે કાયાના સુખનો ત્યાગ જરૂરી, તેની મમતા તોડવી જરૂરી, તે તૂટે નહીં તો આત્માના સુખની અનુભૂતિ ન થાય. આત્માના વાસ્તવિક સુખનો જો નિર્ણય અને રુચિ થઈ જાય તો જીવ તે અનુભવવા કોઈ પુરુષાર્થની કમી ન રાખે. રુચિ અનુયાયી વીર્ય જેમાં રસરુચિ તેમાં પુરુષાર્થ પ્રવૃત્તિ સહજ થાય.
આકાશનું ધ્યાન શા માટે? પૂર્વ મહર્ષિઓ ચંદ્રના પ્રકાશમાં આકાશનું ધ્યાન વિશેષથી કરતા કારણ કે આકાશ નિર્મળ, નિર્લેપ અને વિશાળ હોવાથી તેના તરફ દષ્ટિ કરવાથી દષ્ટિ વિશાળ બને છે. આકાશ નિરંજન-નિરાકાર છે તેથી દષ્ટિ વિકાર રહિત થાય. ચાલતી વખતે પણ આપણને ઉપયોગ હોવો જોઈએ કે આપણે જમીન પર ચાલીએ છીએ પણ આપણા પગ આકાશમાં ઉપડે છે. આકાશ નિર્લેપ છે. જયારે વાયુ શીતળ કે ઉષ્ણ હોય વાયુનો સ્પર્શ ગમી જાય છે. આકાશના આધારે હું છું તે ઉપયોગ આવે તો રાગ ન થાય કારણ કે આકાશ નિર્લેપદ્રવ્ય છે પણ જમીન, વાયુ પુદ્ગલ દ્રવ્ય સ્પર્શ યુકત છે તેથી તેના સ્પર્શ વડે મોહનો અનુભવ થાય. પણ જો આકાશના અસ્તિત્વની સાથે આત્માના અસ્તિત્વનો ઉપયોગ આવે તો બન્ને નિર્લેપ છે. આકાશાસ્તિકાયના ઉપયોગથી આપણે આત્માના નિર્લેપ-નિર્વિકાર સ્વરૂપને યાદ કરી પુગલના સંગમાં પણ આત્માને નિર્લેપ-નિર્વિકાર રાખવાનો પ્રયત્ન કરવાનો છે. આમ ધર્માસ્તિકાયાદિ અરૂપી એવા અજીવ દ્રવ્યના સ્વરૂપ-સ્વભાવની વિચારણા દ્વારા આત્મા પોતાના સ્વરૂપ- સ્વભાવની સહજ પ્રતીતિ કરવા વડે તેમાં જાગૃત રહી શકે છે. આકાશાસ્તિકાયનો વિશેષ લાભ એ છે કે એક વસ્તુ અને બીજી વસ્તુ વચ્ચેનું અંતર આકાશના નિમિત્તે જાણી શકાય છે. તે જ રીતે દિશા વિદિશાનું જ્ઞાન પણ આકાશના નિમિત્તે થાય છે. મેરુપર્વતના મધ્યમાં રહેલા આઠ રુચક પ્રદેશોમાંથી દિશાઓ નીકળે છે.
સ્વરૂપ એકવે તન્મય ગુણ પર્યાયે ધ્યાને ધ્યાતાનિર્મોફિવિકલ્પ જય.
(પૂ. દેવચંદ્રવિજય મ.સા.)
અજીવ તત્ત્વ | 17
Page #35
--------------------------------------------------------------------------
________________
• તેમનુષ્ય ભવ શા માટે?
મનુષ્ય અને પશુ વચ્ચે ભેદ શેનાથી પડે? મનુષ્ય અને પશુ બંનેને મન તો મળેલું જ છે પરંતુ - મનનાર્ મનુષ્ય - મનુષ્ય તેને મળેલા મન વડે સર્વજ્ઞ તત્ત્વનું ચિંતન કરી, મનની પરાધીનતા દૂર કરી મન વિના જ પૂર્ણ જ્ઞાનનો (કેવલજ્ઞાનનો) અનુભવ કરે ત્યારે ભવ સફળ થાય. જયારે પશુ, દેવ કે નારકીને મન મળ્યું છતાં તેઓ તે મનને પૂર્ણ રોકી ન શકે. જેથી પૂર્ણ જ્ઞાનનો (કેવલ જ્ઞાન)નો અનુભવ ન કરી શકે. મનને તેની પ્રવૃત્તિથી રોકવું સ્થિર કરવું તેનું નામ જ ધ્યાન. જેમ જેમ આત્મા પોતાની અરૂપી અવસ્થાનું ધ્યાન કરે તેમ તેમ આત્મા મોહથી છૂટતો જાય અને વિકલ્પોથી રહિત થતો જાય. વિકલ્પોનું મૂળ મોહ અને મોહનું મૂળ રૂપ, આકાર. જયાં આકાર ત્યાં વિકાર, જયાં વિકાર ત્યાં વિચાર, જયાં વિચાર ત્યાં વિભાવ. આત્માએ પોતાના સ્વરૂપનું ધ્યાન કરવું તે જ મુખ્ય સાધના છે અર્થાત્ આત્માએ પોતાની સ્વરૂપ અવસ્થામાં સ્થિરતા પ્રાપ્ત કરવી અને પરમાં કરેલી અનાદિની સ્થિરતા હટાવી લેવી તે જ મનુષ્ય ભવનો પરમ સાર છે. પરથી ખસી સ્વમાં વસી, સ્વમાં સ્થિરતા-રમણતા પ્રાપ્ત કરવી તે માટે આત્માની આરૂપી અવસ્થાનો નિર્ણય જરૂરી. તે માટે તેના પ્રતિપક્ષ ધ્યાનમાં બાધક જે રૂપી વસ્તુ છે તેનું સ્વરૂપ જ્ઞાન મેળવવું જરૂરી. કારણ વર્તમાનમાં આત્મા રૂપમય બનેલો છે તેથી રૂપની અતીત (પૂર્વ-પહેલાંની) અવસ્થાને પકડવાની છે, તેથી રૂપી દ્રવ્યનો નિર્ણય જરૂરી છે. આત્મા માત્ર અરૂપી દ્રવ્ય છે જયારે અજીવ દ્રવ્ય બે પ્રકારે છે – રૂપી અને અરૂપી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અરૂપી છે. જયારે માત્ર પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. રૂપિણ: પુત્વા:
આત્મા અરૂપી હોવા છતાં વર્તમાનમાં પુદ્ગલમય થયેલો હોવાથી આપણામાં રૂપી આત્માની ભ્રાંતિ થાય છે અને અરૂપી આત્માનું વિસ્મરણ કરીને રૂપી એવી દેહાવસ્થાને આપણે પકડીને ચાલીએ છીએ અને તેના કારણે ભટકવાનું ઉભું થાય છે. નિશ્ચયથી જીવ એક પ્રકારે (સત્તાએ) સિદ્ધ સ્વરૂપી હોવા છતાં પુદ્ગલમય બનેલા સંસારી આત્માના જેમ ૨, ૫, ૭, ૧૪ અને ૫૬૩ આદિ ભેદોનો વ્યવહાર થાય છે તેમ અજીવના પણ ૧૪ ભેદો છે. પુદ્ગલમય આત્માના ૧૪ ભેદો, જેમાં એકેન્દ્રિયના સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિંદ્રિય એમ ત્રણ અને પંચેન્દ્રિયમાં બે ભેદ- સંજ્ઞી પંચેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય. આમ
18 | નવ તત્ત્વ
Page #36
--------------------------------------------------------------------------
________________
૭ ભેદ થયાતે ૭ પર્યાપ્ત અને 9 અપર્યાપ્ત અવસ્થાવાળા આમ પુદ્ગલમય આત્માના ૧૪ ભેદ છે. જયારે સિદ્ધાત્માનો માત્ર એક જ ભેદ છે. તેમાં કોઈ ભેદ છે જ નહીં અને બધા જ સિદ્ધો સ્વરૂપે અને સ્વભાવે સમાન છે. (૪) પુદગલાસ્તિકાય: પ્રદેશ દ્રવ્ય સાથે સંલગ્ન હોઈ, જોડાઈને રહેલો દ્રવ્યનો નિર્વિભાજય અંશ છે જ્યારે પરમાણુ દ્રવ્યનો નિર્વિભાજય અંશ છે પણ તે દ્રવ્ય સાથે સંલગ્ન નથી, પણ તેનાથી છૂટો થયેલો સ્વતંત્ર અંશ છે. ૧. સ્કંધ = દા.ત. લાડવો. આખો લાડવો-સ્કંધ ૨. દેશ = દા.ત. લાડવાનો એક ભાગ (એક કટકો) તે દેશ. ૩. પ્રદેશ = લાડવાનો કણિયો જે લાડવા સાથે જોડાયેલ હોવા છતાં લાડવાનો
અવિભાજય વિભાગ, જેના કેવલી પણ બે ભાગ ન કરી શકે. ૪. પરમાણું = લાડવાનો છેલ્લો કણિયો (પ્રદેશ) જે લાડવાથી અલગ વિખૂટો
પડેલો હોય તે પ્રદેશ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયને દરેકને સ્કંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ત્રણ હોય છે. જયારે પુદ્ગલના ચાર ભેદ છે – સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. કાળનો એક જ ભેદ તેને અસ્તિકાય નથી. અતિ = પ્રદેશ અને કાય = સમૂહ. કાળ એક વર્તમાન સમય રૂપ છે. ભૂતકાળ નાશ પામ્યું છે અને ભવિષ્યકાળ ઉત્પન્ન થયું નથી. માત્ર વર્તમાન એક સમયરૂપ છે તેથી તેને એક જ ભેદ છે.
અજીવના ૧૪ ભેદ: ધર્માસ્તિકાય : સ્કંધ-દેશ-પ્રદેશ અધર્માસ્તિકાય : સ્કંધ-દેશ-પ્રદેશ આકાશાસ્તિકાય : સ્કંધ-દેશ-પ્રદેશ પુદ્ગલાસ્તિકાય : સ્કંધ-દેશ-પ્રદેશ-પરમાણુ કાળ
0
0
0
ક
2
કુલ ૧૪
ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યો પ્રદેશોના અખંડ સમૂહરૂપ છે, જ્યારે પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર પરમાણુના ભેગા થયેલા સંયોગ સંબંધરૂપ સ્કંધ છે તેથી તેમાંથી પરમાણુઓ
અજીવ તત્વ | 19
Page #37
--------------------------------------------------------------------------
________________
સતત-છૂટા થાય અને ભેગા થવા રૂપ પ્રક્રિયા બનતી હોય છે. પરમાણુ રૂપી છે અને ધર્માસ્તિકાયાદિ ત્રણેના પ્રદેશો અરૂપી છે તેથી તે સ્કંધ પણ અરૂપી છે અને આત્મા પણ અસંખ્યપ્રદેશના સમૂહરૂપ અખંડ અરૂપી દ્રવ્ય છે. જયારે પરમાણુના સ્કંધ રૂપ પુદ્ગલ પિંડ રૂપી છે. પ્રદેશ કદી નાશ પામતું નથી તેમ લાડવાથી ખરી પડેલો છેલ્લો નિર્વિભાજય અંશ કણિયારૂપ પરમાણું પણ કદી નાશ પામતું નથી.
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશો અસંખ્યાતા છે. જેટલા આકાશ પ્રદેશોમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અખંડ દ્રવ્ય રૂપે રહેલા છે તેટલા આકાશ પ્રદેશને લોકાકાશ (૧૪ રાજલોક) કહેવાય છે. તે સિવાયનો આકાશ અનંત પ્રદેશ પ્રમાણ અમાપ છે જેને અલોકાકાશ કહેવાય છે. આત્માના પ્રદેશો અસંખ્ય છે, તે પણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશોના પ્રમાણ જેટલા જ છે તેથી આત્મા જયારે ૧૪ રાજલોકમાં પોતાના આત્મપ્રદેશ ફેલાવે છે ત્યારે ૧૪ રાજલોકનાના એક એક પ્રદેશ પર અને ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાયના એક એક પ્રદેશ પર આત્માના એક એક પ્રદેશ ગોઠવાઈ જાય છે અર્થાત્ આત્મા પણ ૧૪ રાજલોક ક્ષેત્ર સુધી વિસ્તારને ધરાવનારો અસંખ્યપ્રદેશી, અરૂપી, અખંડપ્રદેશ, અછેદ્ય, અભેદ્ય અને અદાહ્ય એવો છે. ગમે તેવા શસ્ત્રના ઘા પડે તો શરીરના રાઈ રાઈ જેટલા ટુકડા થઈ શકે પણ આત્માનો એક પણ પ્રદેશ કદી આત્માથી જુદો ન પડે! ગરોળીની પૂંછડી કપાઈ ગયા પછી પૂંછડી થોડીવાર તરફડતી હોય તેજ રીતે યુદ્ધમાં પરાક્રમી લડવૈયાના ધડ તલવાર વડે મસ્તકથી જુદા પડવા છતાં થોડીવાર લડતા હોય છે કારણ તેના આત્મપ્રદેશો પૂંછડી કે ઘડમાંથી પૂર્ણ છૂટા ન પડયા હોય ત્યાં સુધી તે તરફડતા હોય પણ જેવા આત્મપ્રદેશો શરીરના ભાગોમાંથી છૂટા થઈ જાય પછી તે શરીર નિષ્ક્રિય થઈ જાય. તે પ્રસંગે પણ આત્મપ્રદેશો આત્મ દ્રવ્યથી છૂટા પડતા નથી પરંતુ અખંડ જ રહે છે.
કાળ અનંત નિગોદધામમાં, પુદ્ગલ સંગે રહ્યો. દુઃખ અનંત નકાદિથી અધિક બહુવિધ સહ્યો.
(પુગલ ગીતા) પુદ્ગલના સંગે અને પુદ્ગલનારાગે જીવ, જીવ પર દ્વેષકરી ફરી નરક, નિગોદમાં ભટકયો. નિગોદમાં જીવને પુદ્ગલરૂપ એક દારિક શરીરમાં અનંતા જીવો સાથે રહેવાનું થયું અને ત્યાં સુખનો રાગી અને દુઃખનો દ્વેષી બન્યો. એવા જીવે પોતે ત્યાં 20 | નવ તત્ત્વ
Page #38
--------------------------------------------------------------------------
________________
બીજાથી મળતા દુઃખમાં અનાભોગથી પણ દ્વેષના સંસ્કારો પાડ્યા. શરીર સુખનો રાગનતોડવામાં આવેતો દુઃખનોદ્વેષ ઊભો થાય. પુગલની સાથે રહેવાની ઈચ્છા તે સંસાર, પુદ્ગલના સંગથી છૂટવાની સાધના તે મોક્ષમાર્ગ. જેમકે કંડરિકનો આત્મા ખાવાના સુખમાં આસકત બની ગયો અને એક દિવસમાં ૭ મી નરકની મુસાફરી કરી. મરિચીના આત્માએ શરીરના કષ્ટો ન ગમતા સાધુ વેશ છોડી ત્રિદંડી વેશ લીધો અને અંતે શરીરસુખ માટે વૈયાવચ્ચી શિષ્યની ઈચ્છાને કારણે ઉસૂત્રની પ્રરૂપણા કરીને કોડાકોડી સંસાર વધાર્યો. પુદ્ગલનો સંયોગ એક માત્ર સંસાર છે.
ધર્માસ્તિકાયાદિ બીજા દ્રવ્યોનો સંયોગ આત્મા માટે સંસારરૂપ બનતો નથી કારણ તેનું સ્વરૂપ અને આત્માનું સ્વરૂપ સમાન છે જયારે પુદ્ગલનું સ્વરૂપ અને સ્વભાવ બન્ને આત્માના સ્વરૂપથી વિરૂદ્ધ છે તેમ છતાં તેનો આત્મા સાથેનો સંયોગ અનાદિથી દૂધ પાણીની જેમ એકમેક થયેલો છે તેથી પુલના સંયોગરૂપ દેહમાં જ આત્માની ભ્રાંતિ એટલે કે દેહ એ જ આત્મા છે, તે ભ્રાંતિ ઉત્પન્ન થવા વડે જીવ પુદ્ગલના સ્વભાવરૂપે વર્તવા વડે દુઃખી થાય છે. શુભાશુભ પુદ્ગલના સંયોગ થવા વડે જીવને શાતા-અશાતારૂપે પીડાનો અનુભવ થાય અને જીવ મિથ્યાત્વના ઉદયે શાતાને સુખ અને અશાતાને દુઃખરૂપ માની, શુભ પુદ્ગલના સંયોગ સુખરૂપ માની અને અશુભ પુદ્ગલના સંયોગને દુઃખરૂપ માનીને સુખીદુઃખી થવા વડે ભવભ્રમણનરકનિગોદની સફર વધારે છે. આમ અનાદિનું નિર્માણ થયેલું ભવભ્રમણ નિવારવા યુગલના સંયોગને સુખદુખ માનવા રૂપે મિથ્યાશ્રમ ટાળવા પુગલના સ્વરૂપને જાણવું જરૂરી છે. પુદ્ગલનું સ્વરૂપ ઓળખીને આત્માના હિત માટે પુલ હેય (છોડવા યોગ્ય) હોવા છતાં પુદ્ગલની જ સહાય લઈ અનાદિના તેના સંગને દૂર કરવાનો પરમ પુરુષાર્થ કરવાનો છે.
આતમરામ અનુભવ ભજે, તો પરણી માયા એ છે સારજિન વયનનો, એ છે શિવતરુ છાયા.
(પૂ. મહો. યશોવિજયજી મ.સા.) જો આત્મસુખનો અનુભવ કરવો હોય તો પરતણી માયા એટલે કે પુદ્ગલના સુખની માયા (મમતા) છોડવી પડે, તો શિવસુખનો સ્વાદ જીવ માણી શકે. આ જ જિનશાસનનો સાર છે. પુદ્ગલના સુખને છોડવા પુદ્ગલનું સ્વરૂપ સૂક્ષ્મ રીતે જાણવું અતિ જરૂરી છે. પુદ્ગલ દ્રવ્યની ઓળખ માટે મુખ્યતેના લક્ષણની વિચારણા જરૂરી છે.
અજીવ તત્ત્વ | 21
Page #39
--------------------------------------------------------------------------
________________
પુદગલથી ન્યારા સદા, જે
જાણ અફરસ જીવ તાકા અનુભવ ભેદજ્ઞાનથી, ગુરુગમ કરો સદેવ સંવો.
પુદગલના સામાન્ય લક્ષણ
ગાથા-૧૧ સધયાર ઉોએ, ખભા છાયાતવેહિ આ વષ્ણ સંઘ રસા ફાસા, પુગલાણં તુ લક્ખણી|૧૧|| અર્થ: શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ એ વિશેષ અને વર્ણ, ગંધ,
રસ, સ્પર્શ એ પુદ્ગલોના સામાન્ય લક્ષણો છે. રૂપિણ: પુકાના: જે કોઈ રૂપી વસ્તુ છે તે માત્ર પુદ્ગલ છે- અજીવ દ્રવ્ય છે , બાકી બધા દ્રવ્યો અરૂપી છે. આથી પુગલ દ્રવ્યની જાણકારી અતિ સહેલી છે. ચક્ષુથી માત્ર સ્થલરૂપી દ્રવ્યનું જ્ઞાન થાય સૂક્ષ્મ પરિણામરૂપી દ્રવ્યનું જ્ઞાન ન થાય કેમકે તે ઈન્દ્રિયાતીત છે એટલે કે ઈન્દ્રિયનો વિષય બનતો નથી. તે અવધિજ્ઞાનનો વિષય બને પણ ચક્ષુનો વિષય ન બને. વર્ણ (રંગ), ગંધ, રસ અને સ્પર્શ આ પુદ્ગલ દ્રવ્યના સામાન્ય લક્ષણો છે એટલે દરેક પુદ્ગલ દ્રવ્યમાં આ ચારે લક્ષણો અવશ્ય હોય. કોઈ વ્યકત હોય કે કોઈ અવ્યકત હોય. કોઈ એક વ્યકત હોય તો ત્રણ અવ્યકત હોય જેમકે ગંધના પુદ્ગલો. ગંધનો દૂરથી અનુભવ થાય બાકીના ત્રણ અવ્યક્ત હોય. વાયુમાં બે વ્યકત હોય અને બે અવ્યકત હોય. વાયુમાં ગંધ અને સ્પર્શનો અનુભવ થાય, બેનો અનુભવ ન થાય, પણ બે વાયુ (H,0) ભેગા 22 | નવ તત્ત્વ
Page #40
--------------------------------------------------------------------------
________________
કરવાથી પાણી રૂપ બને. આમ વાયુ પાણીની યોનિ છે. પાણીમાં ચારે ગુણનો અનુભવ વ્યક્ત રીતે થાય. જેમ આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય આત્મદ્રવ્યના વિશેષ લક્ષણ સ્વભાવ છે તેમ અન્ય દ્રવ્યની અપેક્ષાએ પુદ્ગલના તે વિશેષ ગુણ સ્વભાવ છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ ચાર બીજા કોઈ પણ દ્રવ્ય ધર્માસ્તિકાયાદિ વિગેરે કોઈ પણ દ્રવ્યમાં અંશથી પણ જોવા નહીં મળે અને પુદ્ગલ દ્રવ્યમાં તે અવશ્ય જોવા મળશે.
આત્માના લક્ષણોથી પુદ્ગલના લક્ષણો સંપૂર્ણ વિપરીત છે અને તે ગુણોમાં સુખની ભ્રાંતિ જ આત્માના અહિતનું મુખ્ય કારણ છે. આત્મા પોતાના સ્વભાવમય બનવાને બદલે પુદ્ગલના વર્ણ, ગંધ, રસાદિ સ્વભાવમય બનવા કે તેને માણવામાં પોતાનું સુખ માને છે, તે જ તેની પીડાનું મુખ્ય કારણ છે. પુદ્ગલના આ ચાર લક્ષણો છે. દરેક પુદ્ગલ દ્રવ્યમાં સદા માટે તેનું અસ્તિત્ત્વ રહે પણ તેનું સતત પરિવર્તન થતું હોય છે. જેમકે વર્ણ (રંગ) તે કોઈપણ પુદ્ગલમાં રહેવાના, પણ કાયમી એક જ વર્ણ હોય તેમ નહીં. જેમ ઊગતી વખતે પાંદડા લાલાશ ધારણ કરે, પછી તે લીલા રંગના થાય અને સૂકાતા તે પાંદડા પીળા રંગ રૂપે પણ થાય. આમ એક જ વર્ણ સદા માટે ન રહે પણ વર્ણરૂપે તેમાં તે ગુણ રહેવાનો જ જયારે પર્યાય રૂપે રંગ ફરતો જાય.
પૂર–ાતનીä શરીરાતિના પુત્રા: શરીરાદિરૂપે પુદ્ગલ સ્કંધો ભેગા થાય છે અને પાછા તે અંઘો છૂટા થાય છે અર્થાત્ પૂરણગલન સ્વભાવવાળું પુગલ છે.
ग्रहण-धारणादि परिणामत्त्वे सति रूपादिमत्त्वम् रूपादि संस्थान परिणामस्वरूप लक्षणम्।
| (જેને તપ્રદીપ) એક પરમાણુ બીજા પરમાણુને ગ્રહણ ધારણ કરવારૂપ સ્કંધરૂપે બને છે તે પુદ્ગલનું લક્ષણ છે. સ્કંધરૂપે થયેલા પુદ્ગલનું પાછું અમુક કાળે છૂટા થવારૂપ લક્ષણ છે તેથી તે અનિત્ય કહેવાય છે. સ્કંધો વિભાવ ધર્મવાળા છે. प्रायो ग्रहणं दानादि व्यापार समर्थ रूपत्व रूपं लक्षणम् ॥ જે દ્વારા લેવા આપવાનું કાર્ય કરી શકાય છે તે કંધ.
અજીવ તત્વ | 23
Page #41
--------------------------------------------------------------------------
________________
-ધને = પુદ્ગલોના વિખેરવાથી જ શોષાય (છૂટા પડે પ્ર-પ્રિયન્ત = પુદ્ગલ પરમાણુ મળવાથી જે પોષાય તે संघातभेदेभ्यः उत्पद्यन्ते ॥
(-ર૬ તત્ત્વાર્થ સૂત્ર) પરમાણુના સમૂહ થવા વડે અને છૂટા થવા વડે પુદ્ગલ દ્રવ્ય (સ્કંધો) ઉત્પન્ન અને નાશ થાય. બે, ત્રણ, ચાર કે સંખ્યાત, અસંખ્યાત કે અનંત કે અનંતાનંત પરમાણુઓના ભેગા થવાથી જે બને તે અંધ કહેવાય અને તે ભેગા થયેલા પરમાણુઓ પાછા છૂટા પણ થાય. આથી એક પરમાણુ સ્વભાવ ધર્મવાળો તેના સમૂહરૂપ બનેલું સ્કંધ વિભાવ ધર્મવાળું છે, તેથી તે અનિત્ય છે. કારણ કે ભેગા થયેલા પરમાણુ અમુક સંખ્યાત કે અસંખ્યાતકાળથી અધિકકાળ ભેગા રહી શકતા નથી, પછી અવશ્ય છૂટા પડે છે. આથી તે અનિત્ય અને એક પરમાણુમાં રહેલા વર્ણ ગંધાદિનું પણ પરિવર્તન થવાનો સ્વભાવ હોવાથી તે અનિત્ય છે. આથી પુદ્ગલ સ્કંધોનું બનેલું શરીર પણ શીયત ઈતિ શરીરમ્. સતત ક્ષય પામવાના સ્વભાવવાળું છે માટે અનિત્ય છે. જયારે આત્મા શાશ્વત છે તે કદી નાશ પામતો નથી.
આમ પુદ્ગલના મુખ્ય બે સ્વભાવ નક્કી થયા-પૂરણ અને ગલન. ગ્રહણ (ધારણ) તથા વિખરણ (છૂટા) થવારૂપ અનિત્ય પુદ્ગલ સ્વભાવ છે. આત્મા પોતે અનુત્પન્ન અને સદા અક્ષય રૂપે છે. પુદ્ગલનું અધ્યાત્મ લક્ષણ પુરુષ વા જિનિ પુરુષે વાર્થને તિ પુત્રિા કર્મ પુદ્ગલ વડે જે ગળાય છે, પૂરાય છે તે આત્મા. આત્મા અનાદિથી પુદ્ગલમય બનેલો છે અર્થાત્ પુદ્ગલ આત્માને પોતાનામાં પૂરવાનું કાર્ય કરે છે અને જયારે પુરુષ (આત્મા) ને પોતાનું જ્ઞાન થઈ જાય છે પછી જાગૃત થયેલો આત્મા સર્વજ્ઞ કથિત મોક્ષમાર્ગની આરાધના વડે પુદ્ગલને ગાળે (દૂર કરે) છે અર્થાત્ જો આત્મા પોતાનો પુરુષાર્થ પુદ્ગલોને (ગાળવા) છોડવામાં તેનાથી છૂટા થવામાં પુરુષાર્થ ન કરે તો પોતે તેનાથી ગળાઈ જાય પૂરાઈ જાય (કર્મના બંધનથી બંધાઈ જાય) જો જીવે પુદ્ગલમાં (ગળાવું) પૂરાવું ન હોય તો પુગલના સ્વભાવથી વિરફત થવું જોઈએ. પુદ્ગલને પ્રયોજન વિના સેવાય કે ગ્રહણ કરાય નહીં. પુદ્ગલથી જેટલો રસ છૂટતો જાય, કષાય નબળા, પાતળા અને ક્ષય પામતા જાય તેમ આત્મા શુદ્ધ બનતો જાય. શુદ્ધ થયેલા આત્માને પુદ્ગલો ગાળી શકતા નથી.
24 | નવ તત્ત્વ
Page #42
--------------------------------------------------------------------------
________________
વીતરાગ - સર્વજ્ઞ પરમાત્માનું વિશેષણ છે. વિદુરથમના જેઓએ કર્મ રજ અને કષાયમલ આત્મા પરથી દૂર કર્યા છે તેઓ વીતરાગ-સર્વજ્ઞ છે.
મોક્ષ-અને સંસાર એટલે...
આત્માના જ્ઞાનાદિ સ્વસ્વભાવ અને અરૂપાદિ સ્વરૂપનું પરિપૂર્ણ મિલન તે મોક્ષ અને આત્માએ પુદ્ગલસ્વરૂપથી ઢંકાવું અને પુદ્ગલમય બનવું તથા પુદ્ગલના સ્વભાવરૂપ થવું તે સંસાર. • પૂગલનો ઉપકાર
शरीरवाङ् मन प्राणापानाः पुद्गलानाम्। (५-२०) સુર નીવિત મરણોપગ્રહો . (૨૨)
તસ્વાર્થ સૂત્ર) શરીર, વાણી (ભાષા), મન, શ્વાસોચ્છવાસ, સુખદુઃખ, જીવન (દ્રવ્ય- પ્રાણ ધારણરૂપ) અને મરણ (દ્રવ્યપ્રાણોનું વિસર્જનરૂપ) આ બધું પુદ્ગલ- વર્ગણાઓના કારણે થાય છે. અર્થાત્ આ બધુ થવામાં પુદ્ગલનો ઉપકાર છે. - શરીર = દારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ વર્ગણાથી
બને છે. - વાણી = ભાષાવર્ગણાથી બને છે. - મન = મનોવર્ગણાથી બને છે. - શ્વાસોચ્છવાસ = શ્વાસોચ્છવાસ વર્ગણાથી બને છે. - સુખ = શુભ અનુકૂળ પુગલોના સંયોગોને સુખ કહેવાય છે. - દુઃખ = અશુભ પ્રતિકૂળ પુદ્ગલોના સંયોગોને દુઃખ કહેવાય છે. - જીવન = ૧૦ દ્રવ્ય પ્રાણોનું સર્જન (પાંચ ઈન્દ્રિય + મન, વચન,
કાયા, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય) - મરણ = સર્જન થયેલા ૧૦ દ્રવ્ય પ્રાણોનું વિસર્જન તે મરણ છે.
અજીવ તત્ત્વ | 25
Page #43
--------------------------------------------------------------------------
________________
જીવ ઉપયોગી પુગલ સ્કંધો આઠ છે અર્થાત્ અનંતપ્રાદેશિક જીવોપયોગી સ્કંધો (વર્ગણાઓ) આ વિભાગમાં છે.
૧. ઔદારિક વર્ગણા પ. ભાષા વર્ગણા ૨. વૈક્રિય વર્ગણા ૬. શ્વાસોચ્છવાસ વર્ગણા ૩. આહારક વર્ગણા ૭. મનો વર્ગણા
૪. તેજસ વર્ગણા ૮. કાશ્મણ વર્ગણા. ઔદારિકાદિ આઠ જીવોપયોગી વર્ગણામાંથી આપણે ૬ વર્ગણા ગ્રહણવિસર્જન કરવા રૂપ આત્માના વિભાવરૂપ જીવન જીવી રહ્યા છીએ. વૈક્રિય અને આહારક વર્ગણા આપણે વર્તમાનકાળે ગ્રહણ કરી શકતા નથી. કારણ વૈક્રિય વર્ગણા દેવ, નારકી તથા લબ્ધિ સંપન્ન મનુષ્યો જ ગ્રહણ કરી શકે અને આહારક વર્ગણા માત્ર ૧૪ પૂર્વધર – આહારક લબ્ધિવાળા જ મુનિ ગ્રહણ કરી શકે.
સંસાર એટલે છ વર્ગણાના સંયોગરૂપ અવસ્થા:
આત્મા સ્વરૂપે નિસંગ છે અર્થાત્ આ સર્વ વર્ગણાઓથી રહિત છે. અનાદિથી જીવને કાર્પણ અને તેજસ વર્ગણા વળગી છે તેને કારણે દરેક ભવમાં તેને ઔદારિક કે વૈક્રિય વર્ગણા ગ્રહણ કરી નવું શરીર બનાવી અને તેનો વ્યવહાર ચલાવવા તેને શ્વાસોચ્છવાસ, ભાષા તથા મનની વર્ગણા ગ્રહણ-વિસર્જન કરવાની ફરજ પડે છે. આમ આત્માનો પોતાનો સ્વભાવ પુદ્ગલ ગ્રહણ-વિસર્જન કરવાનો નથી છતાં પણ અનાદિથી આ વિભાવ પ્રગટ થયો છે અને આપણું કિંમતી આત્મવીર્ય તે પુદ્ગલના ગ્રહણ, પરિણમન અને વિસર્જનમાં પ્રવર્તે છે તેના કારણે સ્થિર એવો આત્મા અસ્થિર બને છે. કર્મબંધનું સતત કાર્ય ચાલે છે. આથી મુમુક્ષુ આત્માને આ ખ્યાલ આવવો જોઈએ કે મારે શું છોડવાનું છે. મારે જે રૂપી સંસારનો સંયોગ વળગ્યો છે તેને છોડવાનો છે. તેને છોડવા માટે જિનાજ્ઞાનું પાલન ઉત્કૃષ્ટ માર્ગે કરવાનું છે અર્થાત્ વર્તમાનમાં હું છ વર્ગણાના સંયોગ (સંસાર) રૂપ જીવન જીવી રહ્યો છું તેનાથી મારે મુકત થવાનું છે. હું રૂપી એવી છએ પુદ્ગલવર્ગણાથી રહિત એવો અરૂપી, અસંખ્યપ્રદેશ, નિરંજન, નિરાકાર, નિર્વિકાર આત્મા છું અને જ્ઞાનાદિ ગુણોની રમણતા રૂપ જીવ અજીવ સમગ્ર દ્રવ્યોને જોય રૂપે જાણી શેયના દષ્ટ બની સ્વાત્મ સિવાય સર્વત્ર ઉદાસીન પરિણામે સ્વમાં રહેલા પરમાનંદના ભોકતા બનવા રૂપ રમણતા મારે કરવાની છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
નિજ ઘરમેં પ્રભુતા તેરી, પરસંગે નીચ કહાવો પ્રત્યક્ષ રીત તુમ ઐસી ગ્રહિએ, આપ સ્વભાવે રહીએ.
अहोअनंत वीर्योअयमात्मा, विश्व प्रकाशकः। त्रैलोक्यं चालयत्येव, ध्यानशक्ति प्रभावतः॥
(યોગ પ્રદીપ) શુદ્ધ આત્મા અનંતવીર્યને ધારણ કરનારા, ૧૪ રાજલોકમાં વ્યાપી જવાનું સામર્થ્ય ધરાવનારા, લોકાલોકનું કેવલજ્ઞાન વડે પ્રકાશ કરનારા અને સ્વની અનંતશક્તિ વડે ત્રણ ભુવનને ચલાયમાન કરવાની અચિંત્ય શકિતને ધારણ કરનારા એવા આત્માની કર્મસત્તાએ કેવી કેવી દશા કરી છે? જે લોકાલોકને ઓળખાવી શકે, તેવા આત્માને વિશિષ્ટજ્ઞાની સિવાય કોઈ જોઈ પણ ન શકે, ઓળખી પણ ન શકે, તેવી નિગોદના સૂક્ષ્મ ભવ તરીકેની નીચ દશામાં ફેરવી નાંખવાનું કામ કર્મસત્તાએ કર્યું છે. આ સમજવા પુદ્ગલનું સ્વરૂપ વિશેષથી સમજવું જરૂરી છે.
પુદ્ગલની અંતિમ અવસ્થા પરમાણુ છે. મr = મvયક્તિ = મનવમ્ (ઓળંગી જવું) ઈન્દ્રિયોના વિષયને જે ઓળંગી જાય અર્થાત્ છદ્મસ્થોને ઈન્દ્રિય વડે જેનું જ્ઞાન ન થાય.
परमाणु-सूक्ष्मोनित्य भवति परमाणुः एक रस-गंधवर्णो द्वि स्पर्शाः कायश्चलिङगा ॥
| (જેન તત્ત્વ પ્રદીપ) પુદ્ગલનો અંતિમ વિભાગ (અવયવ) તે પરમાણુ, જેના કેવલી પણ બે વિભાગ ન કરી શકે. તે સૂક્ષ્મ જ હોય. બેકે તેથી વધારે પરમાણુનો સ્કંધ બને તે સ્કંધી સૂક્ષ્મ અને બાદર પરિણામ હોય.
સૂક્ષ્મ અને બાદરઃ પરમાણુ સૂક્ષ્મ પરિણામી છે. સ્વતંત્ર રૂપે જ છે તે સ્કંધરૂપે નથી. પરમાણુ શાશ્વત છે, તે કદી પણ નાશ પામતા નથી. દરેક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ અને એક રસ અને બે અવિરુદ્ધ સ્પર્શ હોય છે. (સ્નિગ્ધ હોય તો રુક્ષ ન હોય, શીત હોય તો ઉષ્ણ ન હોય અર્થાત્ સ્નિગ્ધ-શીત, સ્નિગ્ધ-ઉષ્ણ, રૂક્ષશીત, રૂક્ષ-ઉષ્ણ. આ ચાર વિકલ્પોમાંથી ગમે તે એક વિકલ્પ હોય પણ સ્નિગ્ધ અને રૂક્ષ ન હોય, શિત અને ઉષ્ણ ન હોય.)
અજીવ તત્વ | 27
Page #45
--------------------------------------------------------------------------
________________
જ્યારે બાદર પરિણામ સ્કંધોમાં આઠ સ્પશાદિ સર્વ હોય શકે. પરમાણુ શાશ્વત છે.
પરમાણુદ્રવ્યથી શાશ્વત છે તેમ ગુણથી પણ શાશ્વત છે, છતાં તેના ગુણો પરિવર્તન પામવાના સ્વભાવવાળા છે. એક (પર્યાયરૂપે) પરમાણુમાં રહેલો લાલ વર્ણ સદા લાલ જ રહે તેવો નિયમ નહીં તે પરાવર્તન પામી સફેદ આદિ પણ થઈ જાય અર્થાત્ તે ગુણથી શાશ્વત છે; પણ ગુણના પર્યાયથી પરાવર્તનશીલ છે. સ્વતંત્ર પરમાણુ પણ સદા સ્વતંત્ર રહેતો નથી. જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ સુધી તે સ્કંધ સાથે જોડાઈને રહે છે પછી તે જુદો પડે અને બીજા સ્કંધ સાથે જોડાઈ જાય.
જઘન્ય બે પરમાણુઓનો સ્કંધ બને. વધતા સંખ્યાત, અસંખ્યાત, અનંત કે અનંતાનંત પરમાણુઓનો સ્કંધ બને. જીવને ઉપયોગી જે અંધ બને છે તે ચોથા અનંતથી અધિક અને પાંચમાં અનંતથી ન્યૂન કે એટલા પ્રમાણ પરમાણુ સ્કંધ બને ત્યારે તે જીવોપયોગી ગ્રહણ કરવા યોગ્ય બને, એનાથી ઓછા પરમાણુના સ્કંધ જીવ ગ્રહણ કરતો નથી. શાશ્વત પ્રતિમા આકારથી શાશ્વત છે પણ અણુઓ પરિવર્તનશીલ છે.
શાશ્વત પ્રતિમામાં પણ પરમાણુ બદલાય.
શાશ્વત પ્રતિમામાં પણ પરમાણુ સંખ્યાત કે અસંખ્યાત કાળ સુધી રહે પછી અવશ્ય છૂટા પડે પણ તેવાને તેવા જ બીજા પરમાણુરૂપે તે ગોઠવાઈ જાય. આથી પ્રતિમા આકારથી શાશ્વત છે.
દારિકાદિ બાદર વર્ગણા જ ઈન્દ્રિયનો વિષય બને. જીવોપયોગી જે આઠ વર્ગણા છે તેમાં ચાર બાદર અને ચાર સૂક્ષ્મ પરિણામી છે. ઓદારિક, વૈક્રિય, આહારક, તેજસ. શરીરાદિ જે કંઈ વસ્તુ આંખે દેખાય છે તે બધી દારિક વર્ગણાના રૂપે છે. વૈક્રિય વર્ગણા દેવ નારકના શરીર રૂપે જે દેવો કોઈને મૂળરૂપે પ્રત્યક્ષ થાય તો દેખાય અથવા કોઈને વૈક્રિય લબ્ધિ હોય તો તે વિવિધ રૂપો કરે ત્યારે દેખાય. જેમ અંબડ પરિવ્રાજકે વિષ્ણુ, મહેશ અને છેલ્લે તીર્થકરનું રૂપ વિકુડૂ સુલતાના સમ્યત્વની કસોટી કરી પણ તે જોવા ન ગઈ, સમકિતથી ચલાયમાન ન થઈ. ર૫ મા તીર્થંકર હોઈ શકે નહીં આથી આ કોઈ માયાજાળ હશે એમ માની તે ન ગઈ.
28 | નવ તત્ત્વ
Page #46
--------------------------------------------------------------------------
________________
આહારક વર્ગણાનું શરીર માત્ર આહારક લબ્ધિવાળા ૧૪ પૂર્વધર જ બનાવી શકે છે. તે પણ દેદીપ્યમાન રૂપવાળું શરીર હોવા છતાં વિશિષ્ટ જ્ઞાની સિવાય બીજા કોઈ તેને ન જોઈ શકે. જયારે તૈજસ શરીર બાદર છે તેથી શરીરમાં રહેલી ગરમી - જઠરાગ્નિ તે તેજસ શરીર રૂપે અનુભવાય છે. અર્થાત્ બાદર વર્ગણા હોય તેનો ઈન્દ્રિયો આદિ વડે અનુભવ થઈ શકે. જયારે સૂક્ષ્મ પરિણામી જે વર્ગણા છે તેનો કોઈ પણ ઈન્દ્રિય વડે સૂક્ષ્મપણાને કારણે કોઈ ઈન્દ્રિયના જ્ઞાનનો વિષય ન બને માત્ર અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની કે કેવલીનો જ વિષય બને.
ચાર વર્ગણા સૂક્ષ્મ છે. શ્વાસોચ્છવાસ, ભાષા, મન અને કાર્મણ વર્ગણા ઉત્તરોત્તર વધારે સૂક્ષ્મ છે. શ્વાસોચ્છવાસ વર્ગણા એ કદી પણ કોઈ યંત્રમાં પકડાય નહીં. આથી ડોકટરો ઓકિસજન વાયુના બાટલા ચડાવે તેમાં શ્વાસોચ્છવાસ વર્ગણા આવી જાય પણ યંત્રમાં બાદર વાયુ પરિણામી છે માટે તે જણાય છે. વિજ્ઞાન શ્વાસોચ્છવાસને જુદી વર્ગણા તરીકે માનતું નથી. ભાષા વર્ગણા પણ સૂક્ષ્મ છે. તેથી બોલવા માટે ઉપયોગમાં લેવાતી ભાષા વર્ગણા પણ કોઈ યંત્રમાં પકડાતી નથી, પણ જયારે તે શબ્દ કે વચનરૂપે (છોડવામાં) આવે ત્યારે તે ભાષાવર્ગણાના સ્કંધો બાદર પરિણામને પામે છે. પુદ્ગલોનો પરિણામી સ્વભાવ છે સૂક્ષ્મ પરિણામી પુદ્ગલ બાદર પરિણામને પામે, બાદર સૂક્ષ્મને પણ પામે માટે તે પુદ્ગલ દ્રવ્ય વ્યવહારથી અનિત્ય અને નિશ્ચયથી તે શાશ્વતરૂપ છે. વળી પુદ્ગલો પરિણામી હોવાનો સ્વભાવ ધરાવતા હોવાથી સુક્ષ્મ જયારે બાદર રૂપે પરિણામ પામે ત્યારે પકડાય છે. આથી ભાષા વર્ગણા જયારે શબ્દ કે વચનરૂપે પરિણામ પામે ત્યારે તે યંત્રમાં પકડાય છે. શબ્દો ટેપરેકોર્ડ થઈ શકે છે. મનોવર્ગણા ભાષાથી પણ સૂક્ષ્મ છે તેથી તે પણ કોઈ યંત્રમાં પકડાતી નથી પણ મનઃ પર્યવજ્ઞાની તે વર્ગણાને સાક્ષાત્ જ્ઞાનમાં જોઈ શકે છે. દેવો પણ જીવે કરેલા અધ્યવસાય (વિચારો)ને જાણી શકે છે. કાર્પણ વર્ગણા અત્યંત સૂક્ષ્મ છે અને આત્મા પ્રતિસમય તેને સતત ગ્રહણ કરે છે છતાં તેનો અનુભવ થઈ શકતો નથી, પણ અવધિજ્ઞાની સાક્ષાત્ કાર્મણ વર્ગણા જે આત્મા પર કર્મરૂપે ચોંટે છે તેને જોઈ-જાણી શકે છે.
આત્મા સૂક્ષમ કે બાદર નથી. પણ યુગલના સંયોગના કારણે તે પ્રમાણે કહેવાય છે.
અજીવ તત્વ | 29
Page #47
--------------------------------------------------------------------------
________________
પુદ્ગલદ્રવ્યના અનેક પ્રકારના પરિણામો છે. તેમાં સૂક્ષ્મ પરિણામ અને બાદર પરિણામ પણ પુદ્ગલના છે. પણ આત્માનો આ પરિણામ નથી છતાં નવતત્વમાં જીવના ૧૪ ભેદ જે બતાવવામાં આવ્યા તેમાં એકેન્દ્રિય જીવો - બે પ્રકારના બતાવાયા. સૂક્ષ્મ એકેન્દ્રિય પાંચ પ્રકાર તથા પાંચ પ્રકારે બાદર એકેન્દ્રિય. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિકાય. આ પાંચ પ્રકારના સ્થાવર એકેન્દ્રિય જીવો સૂક્ષ્મ પણ છે અને બાદર પણ છે માટે બેઉ ભેદ જીવના જે પડયા તે પુગલના કારણે પડયા. તે જીવો સત્તાએ સિદ્ધસ્વરૂપી છે છતાં તે જીવાત્માઓને કર્મના અનાદિ સંયોગના કારણે તેવા પ્રકારની પીડા ભોગવવા માટે સૂક્ષ્મ શરીરમાં સૂક્ષ્મ નામકર્મના કારણે પૂરાવું પડ્યું અને તેના કારણે સિદ્ધ એવા જીવને વ્યવહારથી હવે સૂક્ષ્મ કહેવામાં આવે છે. વ્યવહારથી તેને બાદર પુદ્ગલ પરિણામવાળા શરીરમાં પૂરાવું પડ્યું, તેથી તે જીવને પણ બાદર જીવની સંજ્ઞા પડી.
બારમેંપુલ-રસવાશથી, કાલ અસંખ્ય ગમાયો. પુગલ સંગત નામ ધરાવત, નિજ ગુણ સઘળો ખોઈ, પુગલ કેસબ હાલત ચાલત, પુગલ કેવસ બોલે.
(પુગલ ગીતા) આમ પુદ્ગલ સંગને વશ બની જીવે પોતાના સહજ ગુણ ખોયા અને હવે અનંતકાળ સૂક્ષ્મ નિગોદ આદિમાં પસાર કર્યો. સંસાર એટલે જ પુગલના સ્વભાવ સ્વરૂપે જીવે થવું તે. હાલવું-ચાલવું – બોલવું વિગેરે પ્રવૃત્તિ જીવને પુદ્ગલ પરવશપણાને કારણે છે.
મોક્ષ એટલે પુદ્ગલના સંપૂર્ણ સંગરહિત, પુદ્ગલના સ્વરૂપ સ્વભાવથી રહિત એવી આત્માની નિઃસંગ અવસ્થા તે મોક્ષ કે સિદ્ધઅવસ્થા.
આત્માના સુખ આગળ દેવતાનું સુખ ફિક્યું છે.
આત્માના સુખ આગળ દેવના સુખ પણ નકામા છે. સર્વ દેવોના સુખોનો ત્રણ કાળથી ગુણાકાર કરવામાં આવે અને એને અનંત સાથે ગુણવામાં આવે તો પણ દેવોનું તે સુખ આત્માના સુખ આગળ ફિદું પડે. કારણ કે દેવોનું સુખ અનુકૂલ પુદ્ગલોના સંયોગરૂપ સુખ છે, તે પરિવર્તનશીલ તથા નાશવંત છે અને તે મોહથી 30 | નવ તત્ત્વ
Page #48
--------------------------------------------------------------------------
________________
મિશ્રિત છે તેથી તે સુખ વાસ્તવિક આત્માના પોતાના ગુણોના વેદનરૂપ આત્માનું પોતાનું સુખ નથી પણ શાતાવેદનીયના ઉદયરૂપ-દ્રવ્ય પીડારૂપ છે અને તે સુખમાં આનંદને માનતો મોહાસકત થયેલો ભાવ પીડાને ભોગવતો જીવ દુર્ગતિનું કર્મ બાંધી પરિભ્રમણ કરનારો બને છે. જીવને દેવલોકમાં સૌથી શ્રેષ્ઠ એવા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનો સંયોગ થાય અને તેમાં આદરવાળો થાય. દેવલોકમાં રંગબેરંગી ચમકદાર આશ્ચર્યકારક એવા ઝગમગતા રત્નો જોઈ તેને જોવામાં આસકત થઈ જાય અને તેના રાગમાં રત્નોમાં ઉત્પન્ન થાય. વાવડીના રાગમાં, બગીચાના રાગમાં પાછો એકેન્દ્રિય જીવ તરીકે ઉત્પન્ન થાય. પુદ્ગલના રાગે જીવ અનંતકાળ આ રીતે સંસારમાં ભટકે છે અર્થાત્ પુદ્ગલના અલ્પ સુખના ભોગવટાના કારણે જીવ અંતે તો અનંત દુઃખ ભોગવે છે. • પગલાના ચૂ-ભાદર છ પરિણામો: ૧. સૂમ-સૂક્ષ્મ પરિણામ ઃ કાશ્મણ વર્ગણા બીજી બધી વર્ગણાથી અતિ સૂક્ષ્મ
વર્ગણા છે તે વર્ગણાનો એક પરમાણુ સૂક્ષ્મ સૂક્ષ્મ. ૨. સૂક્ષ્મઃ કાશ્મણ વર્ગણાના સ્કંધો સંખ્યાત, અસંખ્યાત અનંત કે અનંતાનંત
પરમાણું ભેગા થઈ જે સ્કંધ બને છે. સૂક્ષ્મ વર્ગણા ઈન્દ્રિયોનો વિષય ન બને. દા.ત. કાર્મણવર્ગણા, ભાષાવર્ગણા અને મનોવર્ગણા તે સૂક્ષ્મ છે. સૂત્મ-બાદર : જે વર્ગણા નેત્રથી જાણી ન શકાય, પણ નેત્ર સિવાયની ઈન્દ્રિયોથી જાણી શકાય તે સૂક્ષ્મ-બાદર કહેવાય. જેમકે વાયુ, ધ્વનિ સ્પર્શ દ્વારા. બાદર-સૂક્ષ્મઃ જે પદાર્થ ભેદન-છેદન ન થઈ શકે કે અન્યત્ર વહન ન થઈ શકે, પણ નેત્રથી દશ્યમાન હોય જેમ કે છાયા, પ્રકાશ, તડકો વગેરે બાદર સૂક્ષ્મ. આમાં બાદર પરમાણુઓ વધારે અને સૂક્ષ્મ પરમાણુઓનું પ્રમાણ ઓછું હોય તેથી તે પરમાણુ આંખોથી દેખાય છે. બાદરઃ જે છેદન-ભેદન ન થઈ શકે પણ અન્યત્ર વહન થઈ શકે. જેમકે પાણી, દૂધ, તેલ, ઘાસલેટ વિગેરે પ્રવાહી. બાદર-બાદર : અગ્નિકાય, વનસ્પતિકાય, પૃથ્વીકાયાદિ બાદર-બાદર પરિણામી છે તેથી તરત આંખોથી દશ્યમાન થાય તથા બીજી ઈન્દ્રિયોથી પણ અનુભવ થાય તથા ભેદન-છેદન થઈ શકે અને અન્યત્ર વહન થઈ શકે.
અજીવ તત્ત્વ | 31
Page #49
--------------------------------------------------------------------------
________________
આ છ પરિણામોથી જિન-વચનની શ્રદ્ધા દઢ થાય જેમકે કામણ વર્ગણા રૂપી છે અને આત્મા પ્રતિસમય કર્મના અનંતાનંત પુદ્ગલ સ્કંધો ગ્રહણ કરે છે છતાં તે જોઈ શકાતા નથી. તેનું કારણ આ જ છે કે તે સૂક્ષ્મ પરિણામી છે. સૂક્ષ્મ પરિણામી પુદ્ગલ કોઈપણ ઈન્દ્રિયનો વિષય ન બને તે માત્ર વિશિષ્ટ જ્ઞાનનો (આત્મ પ્રત્યક્ષ જ્ઞાનનો એટલે કે અવધિ, મન:પર્યવજ્ઞાન કે કેવલજ્ઞાનનો) જ વિષય બને. તેથી સૂક્ષ્મ પરિણામી પુદ્ગલ છે શસ્ત્રાદિથી છેદન-ભેદન -દહન પણ ન થઈ શકે. આથી ૧૪ રાજલોકમાં સૂક્ષ્મ સ્થાવર જીવો ઠાંસી ઠાંસીને રહ્યા છે. તેને કોઈ છેદીભેદી ન શકે,
અગ્નિ પણ તેમને બાળી ન શકે, તેમના આયુષ્ય પૂર્ણ થાય તો જ તે મરે. આ વાત પણ શ્રદ્ધાગમ્ય સહજ બને. અર્થાત્ કોઈ પણ બાદર પરિણામી પુદ્ગલ વસ્તુ સૂક્ષ્મ પરિણામી ઉપર કંઈ પણ અસર કરી શકે નહીં, આથી કોઈપણ સૂક્ષ્મ જીવોની હિંસા દ્રવ્યથી થઈ શકે નહીં.
બાદર સૂક્ષ્મ રૂપે જે ચોથો પુદ્ગલ પરિણામ છે તે રૂપે જે છાયા, પ્રકાશ વગેરે બાદર હોવાના કારણે ચક્ષુરિન્દ્રિયથી જોઈ શકાય છે, પણ છેદી-ભેદી શકાતા નથી. જયારે બાદર-બાદર છેદન-ભેદનાદિ થઈ શકે છે. અર્થાત્ જે કંઈપણ છેદન-ભેદન કે દહન થઈ શકે તે બધુ પુદ્ગલ જ હોય અને તે પણ બાદર બાદર જ હોય એ સિવાયના પરિણામવાળા પુદ્ગલોનું છેદન-ભેદન-દહનાદિ થઈ શકતું નથી.
હ
32 | નવ તત્ત્વ
Page #50
--------------------------------------------------------------------------
________________
પુદગલોના વિશેષ લક્ષણો
પુદ્ગલ દ્રવ્યને ઓળખવા માટે બે પ્રકારના લક્ષણો શાસ્ત્રમાં છે. એક સામાન્ય લક્ષણ અને બીજા વિશેષ લક્ષણ.
યુગલના સામાન્ય લક્ષણો :
વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલના સામાન્ય લક્ષણ છે અર્થાત્ પરમાણુથી માંડીને અનંત પરમાણુ પુગલ. દરેક સ્કંધોમાં આ ચાર ગુણો તો વ્યકત કે અવ્યકત રીતે તેમાં રહેલા હોય જ. જેમ આત્મામાં જ્ઞાનાદિ પાંચ લક્ષણો છે જે સૂક્ષ્મનિગોદથી માંડી સિદ્ધ સુધીના સર્વ જીવોમાં અવશ્ય હોય જ તેમ પુદ્ગલ દ્રવ્યમાં પણ આ ચાર લક્ષણો અવશ્ય હોય જ.
પુગલના વિશેષ લક્ષણો : શબ્દ, અંધકાર, આતપ, પ્રભા, છાયા, ઉદ્યોત વિગેરે બધા જ પુદ્ગલ સ્કંધોમાં હોય જ એવો નિયમ નહીં. પણ વિશેષ લક્ષણ એક પરમાણુમાં ન જ હોય, તે પરમાણુના સ્કંધરૂપ બનેલા બાદર પરિણામી પુદ્ગલ સ્કંધોમાં હોય અથવા ન પણ હોય. જો હોય તો બાદર પરિણામી પુદ્ગલ સ્કંધોમાં જ હોય, પણ સૂક્ષ્મ પરિણામી પુગલ સ્કંધોમાં તો ન જ હોય.
એજીવ તત્ત્વ | 33
Page #51
--------------------------------------------------------------------------
________________
૧) શબ્દઃ શબ્દ બાદર પરિણામ પુદ્ગલ છે. ભાષા વર્ગણા સૂક્ષ્મ પરિણામી
છે. છતાં જયારે તે શબ્દ રૂપે પરિણામ પામે ત્યારે તે આઠ સ્પર્શવાળા અનંત પુદ્ગલ સ્કંધોમાં શબ્દની ઉત્પત્તિ થાય છે. પગલાદિ દ્રવ્યો વિશે અન્ય દર્શનની માન્યતા ભિન્ન છે
અન્ય દર્શનો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય માનતા નથી. આકાશને વાદળી રંગરૂપ માને છે પણ આકાશને લોકાલોક વ્યાપ્ત માનતા નથી. આકાશમાંથી શબ્દની ઉત્પત્તિ માને છે. આથી તેઓ વેદની રચનાને આકાશવાણી રૂપ જ માને છે. પૃથ્વીને ચતુર્ગુણી, અપકાયને ત્રિગુણી અને વાયુને દ્વિગુણી માને છે અર્થાત્ પૃથ્વીને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ચાર રૂપે, અપકાયને વર્ણ અને સ્પર્શરૂપે અને વાયુકાયને માત્ર સ્પર્શ અને ગંધ રૂપે માને છે અર્થાત્ જેટલું ઈન્દ્રિયથી પ્રત્યક્ષ અનુભવ થાય તેટલું માને. આથી નિશ્ચય થાય કે સર્વજ્ઞ વિના પૂર્ણ સત્ય કોઈ પ્રકાશી શકે નહીં અને તેના વિના પૂર્ણ સત્ય માન્યતા પણ થઈ શકે નહીં. શબ્દ એ બાદર પરિણામી ૮ સ્પર્શી છે તેથી તે ગ્રામોફોનમાં ટેપ થઈ શકે છે. ધ્વનિની જેમ વાયુથી શબ્દ ઘસડાય છે તેથી દરિયાની મધ્યમા વાતો કરનારની વાતો જો પવન તે દિશાનો હોય તો કિનારે રહેલાને તે સ્પષ્ટ સંભળાઈ શકે. શબ્દ એ બાદર પુદ્ગલ હોવાથી મોટા શબ્દો કાન પર વ્યાઘાત કરે કાનનો પડદો પણ ફાટી જાય. ખેડૂતો તીડ આદિને ઉડાડવા ઢોલ વગાડે છે. ઢોલના શબ્દો (ધ્વની) તીડના શરીરને વ્યાઘાત કરતાં હોવાથી તે ભાગી જાય છે. શબ્દના પ્રતિઘોષ ગુફામાં પડે છે.
શબ્દ ત્રણ પ્રકાર: (અ) સચિત્ત (બ) અચિત્ત (૩)મિત્ર. (અ) સચિત્તઃ સ્ત્રી, પુરુષ, પંખી, પશુ આદિના મુખમાંથી નીકળતા શબ્દો સચિત્ત છે. તેમાં સામાન્યથી સ્ત્રીઓનો, પક્ષીઓનો સ્વર મધુર, મૃદુ, સ્નિગ્ધ હોય તે વધારે ગમે છે અને રાગનું કારણ બને છે. કોકિલકંઠ સાંભળવો વધુ ગમે. જ્યારે પુરુષો તથા પશુઓવગેરેના સ્વરકશ, કઠોર, સ્થૂલ(મોટો) હોવાનાકારણેઅપ્રીતિનું કારણ બને છે. કાગડાનો સ્વર, ગધેડાની ચીસો, કૂતરાનું ભસવું વગેરે આર્તધ્યાનનું કારણ બને.
સુનંદા અને રૂપસેનનું ચરિત્ર:
સુનંદા પતિ સાથે ઉનાળાના કાળમાં ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે ગયા છે. ત્યાં સુનંદાના પૂર્વભવનો પ્રેમી (હંસ) ત્યાં વૃક્ષ પર બેસી સુનંદાના રૂપમાં આસકત બની 34 નવ તત્ત્વ
Page #52
--------------------------------------------------------------------------
________________
મધુર કંઠે કુંજન કરી રહ્યો છે. સુનંદા પોતાના પતિ સાથે તે સાંભળવામાં લયલીન બન્યા છે. તેટલામાં કાગડો હંસની બાજુમાં આવી કર્કશ કેકારવ કરે છે. તે સાંભળી તરત સુનંદાના પતિએ બાણ છોડયું, ચપળ કાગડો ઉડી ગયો અને બાણનો ભોગ હંસ બન્યો. હસે સુનંદાના રૂપમાં આસકત બનીને પ્રાણ ગુમાવ્યા તથા સુનંદા અને તેના પતિએ હંસના મધુર સ્વરમાં રાગ કરવા વડે અને કાગડાના કર્કશ સ્વરમાં તેષ કરવા વડે ભાવપ્રાણ ગુમાવ્યા. (બ) અચિત્ત: પત્થરાદિના અથડાવવાથી જે શબ્દ નીકળે તે અચિત્ત તે પ્રાયઃ કર્કશ હોય તેથી તેમાં અપ્રીતિ થવાની સંભવે. (ક) મિત્ર સ્ત્રી પુરુષાદિના મુખ વડે વાંસળી, વીણાદિમાંથી નીકળતા શબ્દો મિશ્ર છે. સ્ત્રી આદિનો મધુરાદિ સ્વર અને તે પાછો જયારે વાંસળી આદિના સાધન દ્વારા નીકળતો હોય ત્યારે વધારે રાગનું કારણ બને. સર્પ અને હરણ બંનેને સંગીત વધારે પ્રિય હોય છે. બીજાના પ્રાણ હરણ કરવાના સામર્થ્યવાળો સર્પ પણ મદારીના સંગીતના કારણે વશ થઈ જાય. હરણ એ ભયભીત, બહુ વેગવંત અને ચપળ પ્રાણી છે, કયાંય જલદી સ્થિર થઈ શકે નહીં, છતાં સંગીતના રાગના કારણે સ્થિર થતા તેઓ પણ શિકારીના શિકાર બની જાય છે.
સુનંદા અને રૂપસેનના ચરિત્રમાં રૂપસેનનો જીવ ૬ ઠ્ઠા ભાવમાં હરણ તરીકે જન્મે છે અને સુનંદા પોતાના પતિ સાથે જંગલમાં શિકાર-ક્રીડા કરવા ગઈ છે. ત્યાં સુનંદાનો પતિ હરણનો શિકાર કરવા સંગીતનો જલસો ગોઠવે છે. સંગીત સાંભળવા હરણના ટોળેટોળા ભેગા થયાં તેમાં રૂપસેન સર્વ હરણોમાં શરીરમાં ભરાવદાર અને વધારે દેખાવડો હતો, તે સંગીત સાંભળવામાં અને સુનંદાના રૂપમાં લયલીન બન્યો!! સુનંદાના પતિએ બાણ ઉપર જેવું ધનુષ્ય તૈયાર કર્યું કે તેના ટંકારથી બધા હરણો ભાગી ગયા પણ સુનંદાના રૂપમાં અને ગીતમાં આસકત થયેલો રૂપસેનનો જીવ (હરણ) ત્યાં ને ત્યાં તે સ્થિર થઈ સંગીત સાંભળી રહ્યો છે. સુનંદાના પતિએ બાણથી હરણને ઘાયલ કરી દીધું અને તેના કારણે હરણ મૃત્યુ પામ્યું.
સૌથી ઉત્કૃષ્ટ સંગીત સમોવસરણમાં હોય.:
સૌથી ઉત્કૃષ્ટ સંગીત પરમાત્માના સમવસરણમાં હોય છે. પરમાત્મા સુમધુર સ્વર સાથે માલકોશ રાગમાં દેશના આપે છે. તેની સાથે દેવો દ્વારા અપાતું સંગીત અને વીણાના સ્વર ભેગા મળતા તે વાણી સંગીતમય બને છે. તેને સાંભળવામાં
અજીવ તત્વ | 35
Page #53
--------------------------------------------------------------------------
________________
ભૂખ તરસ બધું મટી જાય. ભવ્ય જીવો તે સંગીતમય વાણી સાંભળી આનંદને પામી પોતાના ભવ્યત્વનો વિકાસ કરે છે. કાલસોકરિક કસાઈ પરમાત્માના સમવસરણમાં આ સંગીતમય વાણી સાંભળી અત્યંત આનંદમાં ડોલાયમાન થઈ ગયા અર્થાત્ જિનેશ્વર પરમાત્માની વાણી માલકોશ રાગયુકત સંગીતથી મિશ્ચિત બનેલી અનેક ભવ્ય જીવોના ઉત્થાનનું કારણ બને છે. કોઈ સમ્યગદર્શન, કોઈ સર્વવિરતિ અને કોઈ જિનવાણી સાંભળી જિન બને છે. જયારે પુગલાનંદી જીવો સંગીતમય ભવ્યવાણી સાંભળી ભવ વધારે છે. આપણા વ્યવહાર ચલાવવામાં તેને સાધન માની ઔચિત્યથી માત્ર વ્યવહાર કરવામાં આવે તો તે કર્મબંધનું કારણ બને નહીં, અન્યથા તે મહા કર્મબંધનું કારણ પણ બને.
તીર્થંકર પરમાત્માને તથા કેવલી ભગવંતોને પણ કેવલજ્ઞાન વડે જાણેલા સર્વ શેયને જગતના ઉપકાર અર્થે જણાવવા વાણીનો ઉપયોગ કરવો પડે છે. પરમાત્માનું જ્ઞાન અનંત અમાપ છે પણ શબ્દવર્ગણા મર્યાદિત છે તેથી પરમાત્મા શબ્દવર્ગણા વડે મર્યાદિત જણાવી શકે. પરમાત્મા જેટલું જાણે તેના અનંતા ભાગનું જણાવી શકે છે પરંતુ આયુષ્યની મર્યાદા અને શબ્દવર્ગણાની મર્યાદાના કારણે પ્રભુ મર્યાદિત જ જણાવી શકે છે. આથી એ નક્કી થયું કે અનંત અમાપ જાણવું હોય તો પોતે કેવલી થવું પડે. તે વિના સ્વયં સાક્ષાત્ જાણી ન શકે. ૧૪ પૂર્વી શ્રુતકેવલી પણ કેવલી જેટલું જ કહી શકે, પણ તેટલું સાક્ષાત્ જોઈ ન શકે. શબ્દ આત્મામાં સ્વયં પ્રગટ થયેલા જ્ઞાનને બહાર જણાવવા સાધનરૂપ છે. શબ્દ જ્ઞાનની આપ-લે કરવામાં જેમ સહાયક બને છે તેમ કષાય ભાવની પણ આપ લે કરવામાં સહાયક બને છે. મોહથી વાસિત શબ્દ વર્ગણામાં સાવધાન ન રહે તેને મોહાધીન કરી નાંખે છે. એ જ શબ્દ જો શુદ્ધોપયોગપૂર્વક બોલાય તો શ્રુતજ્ઞાન રૂપે થાય. શ્રુતજ્ઞાનની સહાય લઈને જ કેવલજ્ઞાન પ્રગટાવવાનું છે. શબ્દવર્ગણા એવી રીતે બોલાય કે જેથી સ્વ પરના કષાય પરિણામ વૃદ્ધિ ન પામે અને જ્ઞાન નિર્મલ થાય. જ્ઞાન મલીન ન થાય તે માટે સાવધ રહેવાનું છે.
મોટે ભાગે બે-ત્રણ જણ ભેગા થાય એટલે અંદરની વરાળ બીજા આગળ કાઢવામાં આવે, બીજાનું આછું-પાછું બોલવામાં આવે, પોતાનો ઉત્કર્ષ કરવામાં આવે. બીજાને નીચો પાડવામાં આવે ત્યારે શાંતિ થાય અર્થાત્ ભેગા થઈને શબ્દ વર્ગણાના વ્યવહાર વડે જ્ઞાનરૂપ બનવાને બદલે શબ્દવિક્રિયા બનાવી મહાઆશ્રવનું 36 | નવ તત્ત્વ
Page #54
--------------------------------------------------------------------------
________________
કારણ બને. શબ્દ વર્ગણા એ પુદ્ગલ છે, એનો વ્યવહાર કરવા વડે જ્ઞાની પુરુષો કર્મ પુદ્ગલોને છોડે. અજ્ઞાની જીવો કર્મપુદ્ગલોને ગ્રહણ કરીને જ્ઞાનાવરણીયાદિ કર્મો બાંધે. જિનેશ્વર પરમાત્માના મુખારવિંદમાંથી નીકળતી જિનવાણી તેમના માટે માત્ર નિર્જરાના કારણ રૂપ બને. તેમનું તીર્થકર નામકર્મ ખપતું જાય અને જે જિનવાણી સાંભળીને જીવનમાં ઉતારે તેને પણ નિર્જરા થાય. (ર) અંધકાર : અંધકાર એ પુદ્ગલ છે. કારણ કે તેના પુદ્ગલો કાળા વર્ણવાળા,
શીતલ અને ધ્રાણેન્દ્રિયગ્રાહ્ય છે માટે ઉંદર, દીપડાઆદિપ્રાણીઓઘોર અંધકારમાં ફરતા હોય છે. અમુક ઔષધો અંધકારમાં જ બનાવવામાં આવે છે. નૈયાયિકો અંધકારને પ્રકાશના અભાવરૂપે માને છે, પણ પુદ્ગલ દ્રવ્ય તરીકે માનતા નથી.
तामसा परमाणवस्ते तेजसतया परिणमन्ते। तेजसा परमाणवस्तएव तमस्तया परिणमन्ते ॥
(ભગવતી) દિપકાદિની સામગ્રી મળતા અંધકારનાં શ્યામરૂપ પુદ્ગલો પ્રકાશરૂપે પરિણામ પામે છે. સામગ્રીના અભાવે ફરી અંધકારમય બને છે. અંધકારના પુદ્ગલો બાહ્ય દષ્ટિ આંખ પર પ્રતિબંધ કરનાર બને છે. વસ્તુ જોવાતી (દેખાતી) નથી અને આંખ પણ ઘેરાય છે અને ઉંઘ આવવા લાગે છે. યોગીઓને અંધકાર અને એકાંતમાં બાહ્ય દ્રષ્ટિનો પ્રતિબંધ થતાં આંતર દષ્ટિ સહજ ખુલવામાં અંધકાર એક સહાયક પુદ્ગલ બને છે અને તેઓનો આત્મા પરમાત્માના ધ્યાનમાં સ્થિરતા પામે છે. સંસારી આત્માઓને અંધકાર-એકાંત ભય વિહુવળતાનું કારણ બનતા સંસારીઓનું ચિત્ત અસ્થિર બને. (૩) આતપઃ સૂર્યના પ્રકાશને આતપ કહેવામાં આવે છે. તે માત્ર સૂર્યનાં વિમાનમાં રહેલા પૃથ્વીકાયના (રત્ન) જીવોને જ આતપ કર્મનો ઉદય હોવાથી તેનો સ્પર્શ શીતલ અને તેનો પ્રકાશ ઉષ્ણ તે જેમ જેમ દૂર જાય તેમ વધારે ઉષ્ણ પ્રકાશ આપે અર્થાત્ ઉષ્ણતા વધે. શ્વેતાંગે પરિણમેલા આતા શરીરમાં ગરમી કરી પરસેવો ઉત્પન્ન કરે છે. અગ્નિનો પ્રકાશ તે આતપ નથી. સૂર્યોદય વખતે આ આપ આપણને ગમે છે અને આપણે તેને વધાવીએ છીએ. લોકમાં પણ કહેવત છે કે ઉગતો સૂર્ય પૂજાય પણ તે જ સૂર્ય જેમ જેમ આગળ વધી મધ્યકાળ
અજીવ તત્વ | 37
Page #55
--------------------------------------------------------------------------
________________
પૂર્ણ પ્રકાશે છે ત્યારે તે ગમતો નથી અને ઉનાળામાં વિશેષથી ગમતો નથી કારણ કે તેની ઉષ્ણતા વધે છે જે આપણને પ્રતિકૂળતારૂપે લાગે છે. આપણે તડકાથી બચવા છાયડામાં દોડીએ છીએ. અનુકૂળતાનો રાગી બનેલો જીવ સદા અનુકૂળતાની શોધવાળો ઉનાળામાં તડકાથી દૂર ભાગવા પ્રયત્ન કરે છે અને શિયાળામાં તડકાની શોધ કરી તડકામાં રહેવાનો પ્રયત્ન કરે છે. તડકો પણ પુદ્ગલ દ્રવ્ય છે. ચેતન તેનાથી નિરાળો છે. તડકો શરીરને લાગે છે, આત્માને તેની કોઈ સ્પર્શના થતી નથી. આત્મા તો માત્ર તેનો જ્ઞાતા છે. પુદ્ગલના યોગે જીવ સુખદુઃખની સંવેદનવાળો બન્યો. તડકો અનુકૂળ લાગ્યો ત્યારે તે સુખરૂપ લાગ્યું અને પ્રતિકૂળ થયો ત્યારે દુઃખરૂપ લાગ્યું. સુખદુખ કર્મ ફળ જાણો, નિશ્ચય એક આનંદોરે.
| (વાસુપૂજ્ય સ્તવન-પૂ. આનંદઘનજી મ.સા.) આત્માનો સ્વભાવ જો સદા આનંદમાં રહેવાનો છે તો તેને મેળવવા માટે સર્વજ્ઞ ભગવંતોએ તડકાથી ભાગવાને બદલે આતપના લેવાનું કહ્યું. જયાં સંસારી આત્માઓ પ્રતિકૂળતા માની કર્મના બંધ કરે ત્યાં જ જ્ઞાનીઓ સંસારથી વિપરીત એવા મોક્ષમાર્ગમાં સૂર્યની આતાપના કરવા વડે સૂર્ય સામે દષ્ટિ કરી સૂર્યના તાપને સહન કરવા વડે તે તપયોગ દ્વારા કર્મોની નિર્જરાનો માર્ગ સાધે છે. (૪) ઉદ્યોત: શીત વસ્તુનો શીતપ્રકાશ તે ઉદ્યોત. ચંદ્ર, તારા, ગ્રહ, નક્ષત્ર વગેરેના વિમાનોમાં રહેલાઓનો પ્રકાશ શીતળ છે. વિમાનમાં અંદર પણ શીતળતા આપે અને બહાર પણ શીતળતા આપે. વૈક્રિય શરીર તથા આગિયા વગેરેનો પ્રકાશ ઉદ્યોત નામકર્મના ઉદયે શીત હોય છે. ચંદ્રપ્રકાશ સામાન્યથી બધાને ગમે છે.
હું છોડી નિજરૂપને, રમ્યો પરપુગલે.
ઝીલ્યો ઉલટ આણી, વિષય તૃષ્ણા જલે. પર પુગલમાં રમે તે ભોગી - આત્માનંદમાં રમે તે યોગી.
અનાદિ કાળથી જીવને પુદ્ગલનો સંગ આત્મસુખમાં બાધક બન્યો છે. આત્મા પોતાના સ્વભાવને ભૂલીને તે પુદ્ગલના સ્વભાવને પકડે છે. આત્મા કષાયના તાપથી રહિત પરમ શીતળ છે, તેથી પરમાત્માનું વિશેષણ છે. ચદે નિખાલસરા. આઈચ્ચેનુ અહિયં પચાસથરા. પરમાત્મા ચંદ્રથી પણ અધિક શીતળ છે અને
38 | નવ તત્ત્વ
Page #56
--------------------------------------------------------------------------
________________
પરમાત્માનો આત્મા સંપૂર્ણ કષાયતાપથી રહિત થવા વડે પરમશીતળ સમતારસથી ભરેલો છે. “સુવિધિ નિણંદ સમાધિ રસે ભર્યો હો લાલ” અંદરની શીતળતા પ્રાપ્ત થાયતેને બાહ્ય પોદ્ગલિક શીતળતાની જરૂર રહે નહીં. તે ગમે તેવા તાપમાં પણ પરમ શીતળતા-સમતાનો અનુભવ કરી શકે, તેને ACની જરૂર નહીં. ગજસુકુમાલમુનિના આત્માને ખેરના અગ્નિની તીવ્ર ઉષ્ણતા પણ બાળી શકી નહીં. કારણ અંદર કષાય રહિત પરમ શીતળતા પ્રગટ થઈ ગઈ હતી. કષાયના ઉકળાટના નાશથી પ્રગટ થતી શીતળતાની સાથે સાથે પરમ તેજ પ્રગટ થાય જે સૂર્યથી પણ અધિક પ્રકાશિત હોય.
પરમાત્માને સર્વથા મોહના નાશથી કેવલજ્ઞાન રૂપ સૂર્ય પ્રગટ થાય છે, સાથે તીર્થકર નામકર્મના વિપાકોદયથી બાહ્ય ભામંડલનું તેજ સૂર્યના તેજથી (અઢીદ્વીપમાં રહેલા ૧૩ર સૂર્યો અને અઢીદ્વીપની બહાર રહેલા અસંખ્ય સૂર્યના તેજથી) પણ અધિક હોય છે. તીર્થંકર પરમાત્માને કેવલજ્ઞાન પ્રગટ થાય, સાથે ૮ પ્રાતિહાર્યો પ્રગટ થાય, તેમાં ભામંડલ પ્રગટ થાય. પ્રભુનું તેજ સૂર્યથી પણ અધિક હોવાથી તે લોકો સહન ન કરી શકે. તેના કારણે પ્રભુનું મુખ દેખાય નહીં, તેથી દેવો તે તેજનું સંહરણ કરવા ભામંડલની રચના કરે છે. જેથી પરમાત્માનું મુખ સહેલાઈથી બધા અધિક તેજસ્વી જોઈ શકે અને સદા ત્યાં પ્રકાશ રહે. ત્યાં અંધારું કદી થતું નથી, કેવલજ્ઞાન રૂપી સૂર્ય લોકાલોકમાં પ્રકાશ કરનારું હોવાથી તે સૂર્યથી પણ અધિક તેજસ્વી છે અને કષાયથી પૂર્ણરહિત વીતરાગરૂપે હોવાથી ચંદ્રથી અધિક શીતળ અને નિર્મલ છે.
ભોગીઓ ચંદ્રના પ્રકાશમાં વિષયસુખને માણવામાં આનંદ અનુભવે છે અને સાતાને વરે છે અને અસાતાનો બંધ કરે છે અને મોહની અનુકૂળતાને અનુભવે છે. જયારે યોગીઓ ચંદ્રના પ્રકાશમાં જ્ઞાન-ધ્યાનની મસ્તી અનુભવવા સાથે આત્મજાગૃતિ વડે આત્મઆનંદને અનુભવી નિર્જરા કરે છે. આપ એ પણ પુદ્ગલ છે અને ઉદ્યોત એ પણ પુદ્ગલ છે. પુદ્ગલના સંયોગને પામીને પુદ્ગલથી છૂટવાનો પ્રયત્ન કરે તે યોગી અને પુદ્ગલના સંયોગને પામી તેમાં આસકત બને તે ભોગી અર્થાત્ પુદ્ગલમાં રમે તે ભોગી અને આત્મામાં રમે તે યોગી. (૫)પ્રભા: સૂર્ય-ચંદ્રના પ્રકાશમાંથી નીકળતા કિરણોરહિત જે ઉપપ્રકાશ આવે તેને
પ્રભા કહેવામાં આવે છે. જો પ્રભાવ હોય તો સૂર્યના કિરણો સિવાયના ભાગમાં અંધકાર હોત. દિવા આદિમાંથી પણ જે ઉપપ્રકાશ મળે તેને પણ પ્રભા કહેવાય.
અજીવ તત્વ | 39
Page #57
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મયોગીઓ અંધકાર કે પ્રકાશમાં આત્મસાધનામાં લીન બની મોહને પ્રવેશવાનો અવકાશ ન આપે.
અધ્યાત્મયોગીઓ અંધકારમાં જૂના સ્વાધ્યાયનું પરાવર્તન કરવા વડે જાપ – ધ્યાન વડે મોહને પ્રવેશવાનો અવકાશ ન આપે અને પ્રભાત થાય ત્યારે આવશ્યક ક્રિયા કરવા વડે તથા નૂતન સ્વાધ્યાયના ઘોષ વડે કેવલજ્ઞાનરૂપી સૂર્યોદય જલદી પ્રગટે તે માટે વધારે ઉદ્યમશીલતા માટે ઉત્સાહી હોય. (૧)છાયા પ્રકાશના આવરણમાંનિમિત્તરૂપપુદ્ગલોના પરિણામને છાયાકહેવામાં
આવે છે. દર્પણ અથવા પ્રકાશમાં પડતું જે પ્રતિબિંબ તે બાદર પરિણામી સ્કંધોમાંથી પ્રતિ સમય જળના ફુવારાની જેમ નીકળતા અષ્ટસ્પર્શી પુદ્ગલ સ્કંધોનો સમુદાય છે જે પ્રકાશના નિમિત્તથી તદાકાર પીંડિત થઈ જાય છે. છાયાના બે પ્રકાર:
અ. આકૃતિ રૂપ છાયા : દિવસમાં શૂલપદાર્થની છાયા. અભાસ્વર (સ્વયં પ્રકાશિત ન હોય તેવું) એવા જમીનાદિ માત્ર આકૃતિ રૂપ પર શ્યામ પડે છે અને રાતના તે જ પદાર્થની છાયા અભાસ્વર એવા જમીન પર ગાઢ કાળી પડે.
બ. તસ્વર્ણ પરિણામ રૂપ છાયાઃ (દર્પણમાં જે પ્રતિબિંબ પડે છે તે). જયારે (સ્વંય પ્રકાશિત) ભાસ્વર એવા દર્પણાદિમાં તેના સન્મુખ રહેલા પદાર્થોની છાયા પદાર્થના દેહના વર્ણવાળી પડે છે. આવી રીતે ભાસ્વર એવા જે દર્પણાદિમાં દેહની છાયા પડે છે તે દર્પણાદિમાં દેહમાંથી નીકળતા પુદ્ગલ સંક્રાંત થાય છે અને દર્પણમાં સંક્રાંત થયેલા દેહના પુદ્ગલો પ્રકાશના યોગથી પ્રતિબિંબ તરીકે દેખાય છે. છાયા બાદર સ્કંધમાંથી જ નીકળે, સૂક્ષ્મમાંથી નહીં.
ઝેરી વૃક્ષની છાયા ઝેરની અસર કરે:
છાયા વાયુની જેમ ચલાયમાન થાય છે. કઈ રીતે? ઝેરી વૃક્ષની છાયા પણ ઝેરી હોય છે. તેની છાયામાં જનારના જીવો પર ઝેરની અસર થાય. મોહથી વાસિત હોય, ખરાબ સંસ્કારોથી વાસિત હોય તો તેનો પડછાયો પણ લેવાય નહીં. નહીં તો તેના સંસ્કાર નબળા જીવો પર પડતા વાર લાગે નહીં. અનાદિથી આત્માની રમણતાને બદલે ભ્રમણતાથવાનું કારણ પણ આજ છે કે પુગલના સ્વભાવની છાયા આત્મા પર પડી અને તેનાથી વાસિત થયેલો આત્મા પોતાના સ્વભાવને ભૂલી જુગલ
40 | નવ તત્ત્વ
Page #58
--------------------------------------------------------------------------
________________
સ્વભાવમાં ભળી ગયો છે. મોહિની નામના વૃક્ષની છાયામાં ગયેલો પુરુષ ત્યાં જ ભમવા માડે. આમ પુગલના મોહમાં ફસાયેલું જગત પણ ભમી રહ્યું છે. આત્મ સ્વરૂપથી અજ્ઞાત જીવો પુદગલ છાયામાં કઈ રીતે ફસાય છે?
છાયાની અસર આત્મા પર વિશેષથી છે. અરિસામાં પોતાના શરીરમાંથી ફૂવારા રૂપે છૂટા થતા પુદ્ગલસ્કંધો અરિસામાં પ્રતિબિંબિત થાય અને તેને જોવામાં તેને અપૂર્વ રસ પડે છે. પોતાના આત્માને જોવાને બદલે પોતાના દેહમાંથી નીકળેલી, જુદી પડેલી વર્ગણા જે અંકિત થાય છે તેને પોતાનું રૂપ માની રાજી થાય છે. મેગેઝીનમાં, પત્રિકામાં પોતાના ૫ગલમય ફોટાને જુએ અને પોતાની મહાનતા ઉચ્ચતા લાગે. મારો ફોટો, એવી મમતાથી દેહની સાથે ગાઢ જોડાઈ જાય. આત્માનું વિસ્મરણ થવા વડે આત્માનું ભાવમરણ સતત ચાલ્યા કરે છે. કામરાગ- સ્નેહારાગથી બંધાયેલ જીવો વ્યકિતની ગેરહાજરીમાં તેના ફોટા (પુદ્ગલસ્કંધોના જ પિંડ) ને જોઈ જોઈ રાગ-સ્નેહને પ્રગટ કરી આત્માનો પ્રેમ ગુમાવે છે. જયારે જ્ઞાની વિવેકી આત્માઓ પ્રભુ, ગુરુ આદિ ગુણી આત્માઓના દેહ ફોટાને જોઈ તેના આત્માને યાદ કરી તેના ગુણ વૈભવમાં ખોવાઈ પોતાના આત્માને પવિત્ર- નિર્મળ કરે છે. વળી જેનો દેહ મોહથી મુકત થયો, ગુણોથી વાસિત થયો તેના દેહમાંથી નીકળતા પુદ્ગલસ્કંધો પણ ઉત્તમ જીવો પર સારી અસર કરે છે. તેથી ઉત્તમ આત્માઓના ફોટાદિનું આલંબન લાભનું કારણ બને છે. પણ તેમાં તેના ગુણ પ્રાપ્તિનું અર્થપણું જરૂરી છે.
સંસાર એટલે પુલોનો જીવની સાથે જે સંયોગ થયો છે તે જ્યારે અનાદિ પુદ્ગલના સંયોગથી છૂટા થવું તે મોક્ષ અર્થાત્ પુદ્ગલનાં સંયોગથી છૂટા થવાની સાધના કરવી તે જ મોક્ષમાર્ગની આરાધના છે. ___सायासायं दुक्खं
(વિશેષ આવશ્યક) • સાતા-અસાતા બન્ને દુ:ખ રૂપઃ
પરનો સંયોગ એ જ આત્મા માટે દુઃખનું કારણ છે. પરના (પુદ્ગલના) સંયોગથી અવ્યાબાધ સ્વરૂપવાળા આત્માને સાતા-અસાતાની પીડા પ્રાપ્ત થાય છે માટે તેમાંથી મુકત થવું તે મોક્ષ. સાતા-અસાતા બન્નેમાં અરૂપી એવા અવ્યાબાધ
અજીવ તત્વ | 41,
Page #59
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપવાળા આત્માને અનુકૂળ-પ્રતિકુળ પુદ્ગલનો સંયોગ થતાં જે સાતા-અસાતા રૂપી પીડા થાય છે તે આત્મા માટે હેય છે. આત્માનો સ્વભાવ સમતામાં રહેવાનો છે માટે જ જ્ઞાનીઓએ કહ્યું છે કે
પર લક્ષણdદુઃખ કહીએ, નિજવશ તે સુખ લહીએ,
આભાર આભ રમે નિજ ઘર મંગળ માળા દુખનું લક્ષણ પર સંયોગ છે:
પરના સંયોગને જ્ઞાનીઓએ દુઃખ કહ્યું છે. પરના સંયોગથી રહિત પોતાની શુદ્ધાવસ્થા સ્વરૂપે જેટલા ગુણોને આત્મા અનુભવે તેટલો તેને સુખનો અનુભવ થાય. આત્મા પરિણામી સ્વભાવવાળો છે. આથી આત્મા પોતાના સ્વભાવમાં પરિણામ ન પામે તો પુદ્ગલના સંગે પુદ્ગલને જ પોતાનું સ્વરૂપ માની તેમાં જ તે પરિણામ પામે છે તેથી તે પીડા પામે છે, માટે પુદ્ગલના સંગને છોડવાનો છે. આત્મામાં રહેલો મોહ એ જડ છે. તે કર્મરૂપ પુલ છે. જડપર જમોહનો ઉદય થાય છે. તેથી મોહના ઉદયમાં પુગલને જ ગ્રહણ-પરિણમન અને ભોગવવાની વૃત્તિ પ્રગટ થાય છે અને તે પ્રમાણે આત્મા પર પ્રવૃત્તિ કરે છે. પુદ્ગલ પુદ્ગલને ગ્રહણધારણ કરવાના સ્વભાવવાળો છે પણ આત્માનો તે સ્વભાવ નથી. દરેક દ્રવ્યો પોતપોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તે છે. બીજાના સ્વભાવ પ્રમાણે વર્તતા નથી. એક જ આત્મા જે પુદ્ગલને પનારે પડયો છે અને તેથી પોતાના સ્વરૂપનો નિર્ણય ન થતાં મોહનાં ઉદયના કારણે પુદ્ગલનો આદર, રસપૂર્વક-રુચિપૂર્વક સ્વીકાર કરે છે. ગ્રહણ- ધારણ – પરિગ્રહ-માલિકીપણું તેનું કરે છે. શુદ્ધાત્મા (સિદ્ધાત્મા)-મોહથી મુકત થયેલો આત્મા જ પોતાના સ્વભાવમાં રમણતા કરે છે, બાકી સંસારી આત્મા જિનાજ્ઞાની વિરુદ્ધ વર્તે છે. પોતાનો સ્વભાવ છોડી પુદ્ગલના સ્વભાવ પ્રમાણે વર્તે છે તેમાં જ પોતાના જીવની મહાનતા, પૂર્ણતા, સફળતા માને છે.
જીવ પર પુદ્ગલનો ઉપકાર અને અપકાર બન્ને થાય. આત્માને વર્તમાનમાં ૧૦ દ્રવ્ય પ્રાણાદિની પ્રાપ્તિરૂપેદ્રવ્ય જીવન મળ્યું તે તેનો ઉપકાર ગણાય, પરંતુ તે દ્રવ્ય જીવનમાં આત્મા પોતાને ભૂલી જઈ દ્રવ્ય જીવનને જ પકડી રાખી, તેના માટે જ પોતાનું જીવન અર્પણ કરી, તે માટે જીવતો રહે તે આત્મા પર અપકારરૂપ નિમિત્ત છે. મોહનો પરિણામ પ્રગટવા વડે અનુકૂળ પુદ્ગલના સંયોગમાં સતત સુખ બુદ્ધિ અને પ્રતિકૂળ સંયોગમાં દુઃખબુદ્ધિ એ આત્માના આનંદ 42 | નવ તત્ત્વ
Page #60
--------------------------------------------------------------------------
________________
સ્વભાવમાં બાધક બની અપકારક બને છે. સૂર્યોદયથી આનંદિત થાય, અંધકારથી ભયભીત થાય, તડકાથી પીડાય, છાયાથી શીતળતા અનુભવી સુખ પામે, તડકાદિથી છૂટવાનું મન થાય અને છાયડામાં સ્થિર થવાનું મન થાય, તડકાથી અરતિનો સંગ થાય અને છાયામાં રતિનો સંગ અર્થાત્ પુદ્ગલના સંગે જ રાગ ને રતિ, દ્વેષ ને અરતિ. રૂપ મોહનો સંગ વધારતા આત્માની નિઃસંગતા, સ્વભાવરૂપ રમણતા દૂર થાય. મોહનો સંગ એ અપકાર છે. મોહના ઉદયે જયારે જયારે જીવને મનગમતો પુદ્ગલનોયોગ થાય ત્યારે ત્યારે અપૂર્વ વસ્તુ મળી હોય તેવો ભાવ થાય. મોહસંગને દૂર કરવા મળેલું ઔદારિક શરીર સાધન છે. તેના વડે તપ-ત્યાગજ્ઞાન-ધ્યાન કરીને મોહને દૂર કરવામાં આવે તો જ સાધનરૂપે મળેલ દારિક શરીર – પુદ્ગલનો યોગ આત્મા પરના ઉપકારમાં નિમિત્ત કારણ પણ બને છે.
पत्ताय कामभोगा कालमणंतं, इह सउवभोगा अप्पुव्वं पिव्व मन्नई, तहवि य जीवो मणे सुक्खं।
| (ઉપદેશમાલા) ર૦ર . ઉપદેશમાલાગ્રંથમાં અવધિજ્ઞાની ધર્મદાસ ગણી કહી ગયા છે, અનંતકાળમાં પરિભ્રમણ કરતાં જીવને દેવલોકાદિની પોદ્ગલિક ઉત્તમ ભોગસામગ્રી ઘણીવાર પ્રાપ્ત થઈ ચૂકી છે પણ જયારે જયારે પુણ્યના ઉદયે તે ભૌતિક સુખ મળે છે ત્યારે તેને કોઈ અપૂર્વ વસ્તુ મળી હોય તેવો ભાવ થાય છે. ખરેખર તેના બદલે જીવને આદરનો પરિણામ તો પોતાની અનંત શાશ્વત ગુણરૂપી સંપત્તિ પર થવો જોઈએ પણ પોતાની સંપત્તિથી આત્મા અજ્ઞાત છે અને પરમાં સુખબુદ્ધિ (બહુમાન) મિથ્યાત્વના ઉદયે થાય છે તેથી તેને પુદ્ગલના સંયોગમાં બહુમાન આદર કિંમતી વસ્તુ મળ્યાનો ભાવ થાય છે.
સનતકુમાર ચક્રવર્તીને છ ખંડની સંપત્તિ પ્રાપ્ત થઈ પણ જયારે બાહ્ય શરીરાદિ પૌગલિક સંપત્તિમાં અનિત્યતા, નશ્વરતા અને પરિવર્તનનો નિર્ણય થયો એટલે છ ખંડની બધી સંપત્તિ ક્ષણમાં છોડીને એકલા જંગલની વાટે આત્માની શાશ્વત સંપત્તિ મેળવવા માટે ચાલી નીકળ્યા.
જ્યાં સુધી પુદ્ગલના સ્વભાવનો અને આત્માના સ્વભાવનો નિર્ણય ન થાય ત્યાં સુધી પુદ્ગલમાં જ બહુમાન થવાનું છે. પુદ્ગલનો સંયોગ કર્મના ઉદયથી જ મળે છે. કર્મ = પુણ્યકર્મ અને પાપકર્મ બન્ને પુદ્ગલ રૂપ જ છે. બન્નેના ઉદયથી
અજીવ તત્વ | 43
Page #61
--------------------------------------------------------------------------
________________
મળે શું? તો પુણ્યકર્મ શુભ પુદ્ગલનો યોગ કરાવે અને પાપકર્મ અશુભ પુદ્ગલનો યોગ કરાવે. પુદ્ગલનો સ્વભાવ પુદ્ગલને જ ગ્રહણ કરવાનો છે, આત્માને ગ્રહણ કરવાનો નહીં. કર્મ એ આત્માથી પર (પુગલ) દ્રવ્ય છે તેથી કર્મ આત્માની ગુણ સંપત્તિ આપી ન શકે. આત્માથી જે પર વસ્તુ છે તે આપે તો પર પુગલના સંયોગમાં આત્માને આનંદ આવવો ન જોઈએ. ત્યાં ઉદાસીન ભાવ જ આવવો જોઈએ કારણ કે આત્મા પુણ્ય-પાપના ઉદયથી પર છે. ઉદયમાં રાગ-દ્વેષ ન કરવા. પોતાની ગુણ સંપત્તિ ન મળી તેનો ખેદ અવશ્ય થવો જોઈએ અને તેના માટેના પ્રયત્ન પણ થવો જોઈએ, નહીં તો મોક્ષમાર્ગની આરાધના કઈ રીતે થશે? • ચિત્ત પ્રસન્નતી એ શું છે?:
જિનેશ્વર પરમાત્માની પૂજાનું ફળ ચિત્તની પ્રસન્નતા છે. જે વ્યવહારનયે મનની પ્રસન્નતા છે નિશ્ચયનયે ચિત્ત તે જ્ઞાન છે. જ્ઞાનમાંથી મોહ જેમ જેમ દૂર થતો જાય તેમ તેમ જ્ઞાન નિર્મળ થતું જાય. નિર્મળ થયેલું જ્ઞાન આનંદયુકત બને અને મનમાં આનંદયુકત જ્ઞાન પ્રગટ થાય. અર્થાત્ ચિત્ત પ્રસન્ન-આનંદિત થાય.
પરમાત્માની પૂજા કરવા છતાં ચિત્ત પ્રસન્ન કેમ ન થાય?
પરમાત્મા એટલે – જેનો આત્મા પરિપૂર્ણ ગુણથી પૂર્ણ થઈ ગયો છે તે. હવે તેમને કોઈ ગુણની પ્રાપ્તિ કરવાની રહેતી નથી પણ જે આત્માઓ તે ગુણ પ્રાપ્તિની ઝંખનાવાળા અને ગુણ મેળવવા માટે પ્રયત્ન કરતા હોય તેવા યોગ્ય આત્મામાં તેઓ પ્રાપ્ત કરેલા ગુણોનું આધાન (પ્રદાન) કરવામાં નિમિત્તભૂત બને. આથી આપણા જિનેશ્વરદેવનું વિશેષણ છે. વોદિયા થમ તયા” તથા “તિન્ના તારા' આથી પરમાત્માને ગુણ સિદ્ધ હોવાના કારણે આપણી યોગ્યતા હોય તો આપણને પણ જરૂર ગુણ પ્રાપ્તિ થયા વિના ન રહે પણ આપણે પરમાત્માની પૂજા વાસ્તવિક કરીએ છીએ કે માત્ર પરમાત્માની પૂજામાં દેહ રૂપ પ્રતિમાની જ પૂજા કરીએ છીએ તે જોવાનું રહે છે. જો માત્ર દેહરૂપ પ્રતિમાની પૂજા થાય તો તે પુદ્ગલમય છે, તેથી ફકત પુણ્ય જ મળે. પણ પરમાત્માના ગુણમય તત્ત્વ દેહની પૂજા થાય તો જ ગુણની પ્રાપ્તિ થાય, તો પ્રતિકૂળ સંયોગમાં પણ ચિત્ત પ્રસન્ન રહે અને અનુકૂળ સંયોગની પ્રાપ્તિરૂપ આર્ત ધ્યાનમાંથી ચિત્ત મુકત થાય. આ રીતે જે જિનપૂજા કરતા હોય તેના ઘરમાં પછી કંકાસ ક્યાંથી હોય? કંકાસનું મૂળ અનુકૂળતાની અપેક્ષા જ છે. જો અનુકૂળતાની અપેક્ષા હોય નહીં અને પ્રતિકૂળતામાં અપ્રીતિ ન હોય તો ચિત્ત 44 નવ તત્ત્વ
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રસન્ન જ રહે, પછી કંકાસને અવકાશ ન મળે. આથી પૂજા કરતી વખતે પ્રશ્નાર્થ થવો જોઈએ તું શા માટે પૂજા કરે છે? કોની પૂજા કરે છે? જીવ અપુનબંધક દશાને જો પામેલો હોય તો આવો ઉહાપોહ થાય. • વીતરાગ પરમાત્માના દર્શન શા માટે કરવાના??
પુદ્ગલનો રાગી બનેલ, રાગની પીડાથી પીડિત થયેલો તે પીડામાંથી છૂટવા માટેનો અર્થી એવો હું, જેઓ રાગ-દ્વેષની પીડામાંથી પૂર્ણ મુકત થયા છે અને મુકત કરાવવાના સ્વભાવવાળા છે, જિણાણ-જાવયાણ એવા હું વીતરાગ પરમાત્મા પાસે જાઉં છું જેથી જડદ્રવ્ય પ્રત્યેનો મારો રાગ છૂટે, ઓછો થાય અને જીવદ્રવ્ય પ્રત્યેનો વૈષ જાય અને પ્રેમ વધે. જો આ ભાવ નહીં હોય તો આત્માના ગુણ સિવાયનું બીજું કંઈક મેળવવાનો ભાવ છૂપાયેલો હોવાનો, તો દર્શન પૂજાના વાસ્તવિક ફળને ન પમાય. પુષ્યબંધ થશે, ભવની ફરી પ્રાપ્તિ થશે. દરેક ભવ કર્મના ઉદયથી જ મળે છે, તેથી તેમાં મળતી એક પણ વસ્તુનું બહુમાન ન થવું જોઈએ. મનુષ્ય ભવ પણ કર્મના ઉદયવાળું છે. જો ભવનું બહુમાન ન હોય તો તે ભવનું વિસર્જન કરવાનું કાર્ય જે મનુષ્ય ભવમાં જ કરવાનું છે તે કરી શકે. આથી ભવનું બહુમાન ન થાય પણ સાવધાન થાય અને ફરી ભવ ન મળે તેના માટે અજન્મા બનવાની સાધના કરે.
વર્તમાનમાં દ્રવ્ય આરાધના ઘણી કરી રહ્યા છીએ પણ શું તે બધી આરાધના માર્ગ પ્રમાણે જ કરી રહ્યા છીએ? મોક્ષમાર્ગની શરૂઆત સમ્યગદર્શનથી થાય છે. સમ્યગ્દર્શનની શરૂઆત આસ્તિક્યથી થાય છે. સર્વ ધર્મકાર્યોમાં મારે મારી દષ્ટિ સર્વજ્ઞ પ્રમાણે કેળવવાની છે અને તેના માટે સૌ પ્રથમ સર્વજ્ઞ-વીતરાગ પરમાત્માના દર્શન કરવાનાં છે. સર્વજ્ઞ પ્રભુ જગતને જે દષ્ટિથી જોઈ રહ્યા છે તે જ દષ્ટિથી મારે જગતને જોતાં શીખવાનું છે. મારા પ્રભુ જગતને કેવી રીતે જોઈ રહ્યા છે પ્રભુ તુજ જાણનરીતિ, સર્વ જગદેખતા હો લાલ. નિજ સત્તાએ શુદ્ધસર્વને લેખતા હો લાલ.
| (સુવિધિનાથ સ્તવન) (પૂ. દેવચંદ્રવિજય મ.સા.) પ્રભુ જગતના સર્વ જીવોને નિજ સત્તાથી સિદ્ધ સ્વરૂપે જ જોઈ રહ્યા છે. આવી દષ્ટિ મારામાં કયારે આવશે? જયારે સર્વ જીવો પર સાચો પ્રેમ બહુમાન, મૈત્યાદિ
અજીવ તત્ત્વ | 45
Page #63
--------------------------------------------------------------------------
________________
ભાવો મારામાં વાસ્તવિક પ્રગટ થશે તો જ હું પરમાત્માની આજ્ઞાનું સાચી રીતે પાલન કરી શકીશ.
આવીદષ્ટિથી જગતને જોવાથી જ આસ્તિક્ષ્ય નિર્મળ થશે. તેનાથી સમ્યગદર્શન પણ સુલભ થશે. સ્વ અને સર્વના સાચા ઉપકારી બનવું હોય તો તે સર્વજ્ઞ બન્યા વિના સંભવે નહીં. સર્વજ્ઞ બનવા વડે જ આપણે સર્વજ્ઞના ઉપકાર કે ઋણમાંથી મુકત થઈ શકીએ છીએ તે માટે પ્રભુએ જે સાચા તત્ત્વનો પ્રકાશ કર્યો છે તે પ્રકાશ આપણે આપણા આત્મા પર થાય તેવો પુરુષાર્થ કરીએ તો આપણું ભવ અટવી ભ્રમણ અટકે. આ નિર્ણય થશે તો જ સર્વજ્ઞની વાત હોંશથી સાંભળીશું અને સ્વીકારશું અને જયાં સુધી તેનો પૂર્ણ અમલ નહીં થાય ત્યાં સુધી જીવનમાં શાંતિ, સમાધિ અને સંતોષ નહિ પ્રગટે પણ તેનો ખેદ ઉભો રહેશે. તેથી જિનવાણીમાં મારે તcવાણી જ સાંભળવી જોઈએ, તેવા જ મિત્રોનો સંગ કરવો જોઈએ, તેવા જ ગુરુના પડખા સેવવા જોઈએ, તેવું જ શાસ્ત્ર, પુસ્તકનું વાંચન અને ચિંતન કરવું જોઈએ. કર્મોને મૂળીયા સહિત ઉખેડવા જ્ઞાન અને દિયા બન્ને જરૂરી છે. ગમે તેટલી તીવ્ર - તીણ તલવાર પણ હાથા વડે પકડીને ફેરવવાની પ્રવૃત્તિ (ક્રિયાથી) જ તે વસ્તુને કાપી શકે છે. હાથાની પ્રવૃત્તિ વિના કાપવાનું કાર્ય ન થાય. તલવારની તીક્ષ્ણ ધાર રૂપ જ્ઞાન છે અને હાથાને હલાવવા રૂપ પ્રવૃત્તિ તે ક્રિયા છે. આમ પ્રથમ જ્ઞાન અને પછી ક્રિયા અથવા પ્રથમ જ્ઞાન પછી દયા. પોતાના આત્મા પર દયાનો પરિણામ લાવવાનો છે તો જ વર્તમાન કાળમાં જે મનુષ્યભવ અલ્પકાળનો અને અનેક ઉપાધિથી ભરેલો મળ્યો છે તેની પૂર્ણ સાર્થકતા થશે અને તે માટે કાળ દ્રવ્યની વિચારણા કરવી જોઈએ. દેવભવ વધારે ભયાનક શા માટે?
અપેક્ષાએ સૌથી ભયાનક દેવભવ છે. ત્યાં સાવધાની રાખવી મુશ્કેલ છે. દેવભવમાં પ્રાપ્ત થતું દિવ્યવૈક્રિય શરીર-ઉદ્યોત નામકર્મવાળું, તેજસ્વી, નિરોગી, પરસેવા અને મળ રહિત, કોઈ અશુચિ શરીરમાંથી ન નીકળે તેવું હોય છે. આવા સુંદરાકારવાળા દેહમાં જીવોને સહજ મોહ ઉત્પન્ન થાય છે. આત્માને ભૂલી ચામડાની દષ્ટિથી ચામડાને જ જોવામાં આત્માને જોવાનું ખોઈ નાંખે છે. મોટા ભાગના જીવો પુદ્ગલ ચામડારૂપ દેહમાં ચામડાની દષ્ટિથી તેને જ જોવામાં અને તેને કાયમી સારું રાખવામાં જીવનની પૂર્ણાહૂતિ કરતા હોય છે. અનંતકાળમાં અનંતીવાર
46 | નવ તત્ત્વ
Page #64
--------------------------------------------------------------------------
________________
દેવભવના પણ શરીર મળ્યા, તેના ઢગલા કરવામાં આવે તો ૧૪ રાજલોકમાં પણ ન સમાય. દેવલોકમાંથી શરીરાદિ પર રાગ કરવા વડે તિર્યંચ ગતિમાં આવ્યા. અહીં અકામ નિર્જરા કરીને મનુષ્યભવમાં આવ્યા અને અહીં પણ શરીરનો રાગ ક્ષણવાર છૂટતો નથી. મનુષ્ય શરીર ગંદવાડથી જ ભરેલું છે. ગમે તેટલું પવિત્ર કરો તો પણ તે ગંદુ થયા વિના રહેતું નથી. છતાં શરીરને પવિત્ર કરવાનું છોડતા નથી અને આત્માને અપવિત્ર કરવાનો ખેદ થતો નથી.
देखे सो चेतन नांहि, चेतन नाहि दिखाय, रोषतोष किनसुं करे? आप हि आप बुझाय ॥४६॥
| (સમાધિશતક) શરીર એ પુદ્ગલપિંડરૂપ છે અને આત્મા ચૈતન્યરૂપ છે- ચેતન-ચેતનાથી યુકત છે. જે દેખાય તે પુદ્ગલ છે અને જે દેખાતું નથી પણ આત્માને પોતાના જ્ઞાનાદિગુણથી અનુભવાય છે તે જ ચેતન છે. આ પ્રમાણે શરીર અને આત્માનું ભેદ જ્ઞાન સતત જીવને જરૂરી છે. મારી જ્ઞાન ચેતનાને મારા ચેતન સાથે જ સંબંધ બંધાય તો જ મનુષ્યભવ સફળ છે, તો જ મોક્ષમાર્ગની શરૂઆત છે. ચેતનારાજ સિવાયના બધા જ સંબંધો છોડી ફકત ચેતના સાથે ચેતનનો સંબંધ જોડવાનો છે. કારણ શરીરમાં છે ત્યાં સુધી કોઈક નાતો સંબંધ વ્યવહારથી બાંધવો પડશે. માત્ર સિદ્ધમાં જ ચેતન-ચેતના એક સ્વરૂપે છે.
નેમ-રાજુલનો સંબંધ જુદો ન રહે. રાજુલે તેમના આત્મામાં પોતાના આત્માને વિલિન કર્યો. બન્ને સિદ્ધ ગતિમાં એક જ થયા. સિદ્ધની અસંગ અવસ્થા છે. સંસારની સંગ અવસ્થા છે. આથી જેને પરના સંગમાં અકળામણ થાય - છૂટવાનું મન થાય તે જ મોક્ષમાર્ગમાં છે. જીવે પરના સંયોગોનો મોક્ષ કરવાનો છે. પ્રથમ મોક્ષ મોહનો કરવાનો છે.
સંસારની પરંપરામાં અનંતાનુબંધીનો મોહ અને મિથ્યાત્વ એ બન્ને પ્રમુખ કારણ છે. જો મિથ્યાત્વની મંદતા કે ગેરહાજરી હોય અને અનંતાનુબંધીની ગેરહાજરી હોય, પણ બીજા અપ્રત્યાખ્યાનીય આદિ મોહની હાજરી હોય તો અનુકૂળ પુદ્ગલના સંયોગનો ગમો થાય, તે સુખરૂપલાગે પણ સામે મિથ્યાત્વનથી અર્થાત્ સમ્યગદર્શન છે તો તેથી પુદ્ગલમાં થતો ગમો ખોટો લાગે, સુખ પણ આભાસરૂપ લાગે છે, ભલે તેમાં હાલ પરનો (પુદ્ગલનો) સંયોગ સુખરૂપે અનુભવાય છે. ભયંકર ઉનાળામાં
અજીવ તત્ત્વ | 47
Page #65
--------------------------------------------------------------------------
________________
અત્યંત શીતળ પાણી ભલે ઠંડક આપે, સાતા થાય પણ આ વાસ્તવિક સુખ નથી એવી જાગૃતિ રહે તો તેથી અશુભ અનુબંધ ન પડે.
જેમ જાગૃતિ વધારે તેમ કર્મબંધમાં ફરક પડે. અનુકૂળ સંયોગ ભલે સુખરૂપ (આનંદરૂ૫) લાગે પરંતુ અંદરથી તે કિંપાકફળ જેવું લાગે. કિંપાફળ વાપરતી વખતે મધુરતાનો અનુભવ થાય પણ જિનવચન વડે તેનું જ્ઞાન થવાના કારણે લાગે કે આ મધરતા મને મારનારી છે, મારા દ્રવ્ય, ભાવ પ્રાણ હરી લેનારી છે. આવો ખ્યાલ હોવાથી તે પહેલા ખાઈ શકે જ નહીં છતાં કોઈની સુધા વેદનાની તીવ્રતાથી તેની ધીરજ-સહનશીલતા ખૂટે, તથા ખાવાની આહાર સંજ્ઞાના સંસ્કારના કારણે કિંપાક ફળના ભક્ષણમાં તેનો દ્રવ્યપ્રાણ જાય પણ ભાવ પ્રાણ નાશ ન પામે. તીવ્ર સ્પીડમાં જતી મોટર બ્રેક મારવા છતાં ઉભી ન રહી શકે પણ ધીમી પડે તેમ મોહનો ઉદય તથા પૂર્વ સંસ્કારના બળે તથા સત્વના અભાવે વિષય સેવનાદિ પ્રવૃત્તિ થઈ જાય પણ સમ્યગદર્શનની હાજરીમાં જાગૃતિના કારણે મોહ ફાવે નહીં પણ મંદ પડી જાય અને પ્રવૃત્તિ થયા પછી અનુબંધ કર્મ ન બંધાય, પશ્ચાતાપ થાય.
ધર્મ આરાધના કરવા છતાં આશાંતિ કેમ? મિથ્યાત્વના યોગે પુદ્ગલના સંયોગ સાથે મોહનો ઉદય થાય છે. કારણ કે આત્માને આત્માની જાગૃતિ નથી અને શરીરને જ આત્મા તરીકે ધારી લીધેલો છે તેથી મોહની સામે ન થઈ શકતાં તેને આધીન થઈ જઈએ છીએ કારણ કે સ્વરૂપનું જ્ઞાન નથી, તેથી સ્વભાવમાં જાગૃતિ નથી. તેમ સ્વભાવમાં સ્થિરતા પણ નથી. તેથી દેહમાં રહેવા છતાં દેહાતીત તરીકે રહી શકતા નથી અને આપણને દેહ પુદ્ગલાદિ સર્વે સંયોગ સંબંધથી છૂટવાને બદલે મને કંઈક મળે, મારો સંસાર સારો થાય તેવી અપેક્ષા સંસારી જીવોમાં પડેલી હોવાના કારણે ધર્મની આરાધના કરતી વખતે પણ માન-સન્માન, બીજા તરફથી કદર, અનુકૂળતા, સ્વજન-પરજનના સંબંધો સુધરે, અનુકૂળ થાય તેવી કોઈકને કોઈક અપેક્ષા પડેલી હોય છે. કયારેય પુણ્યના ઉદયે મળેલી સારા અનુકૂળ સંસારના વિસર્જનની ભાવના પ્રગટતી નથી તેથી મનરૂપી ઘરમાં અશાંતિ સંકલેશ થાય છે. જેના ઘરમાં ઘર દેરાસર હોય, જિનેશ્વરદેવ જેના ગૃહ મંદિરમાં પધારેલ હોય તેના ઘરમાં અશાંતિ સંકલેશ ન હોય પણ જેણે માત્ર બાહ્ય ગૃહ મંદિરમાં જિન પ્રતિમા પધરાવી છે પણ આત્મગૃહમાં વીતરાગ પરમાત્માને પધરાવ્યા નથી અર્થાત્ જિન વાચન સ્વીકાર પાલન નથી 48 | નવ તત્ત્વ
Page #66
--------------------------------------------------------------------------
________________
તેને અશાંતિ રહે છે. આથી વીતરાગ પરમાત્માનું સ્વરૂપ સમજીને આત્મામાં વીતરાગ પરમાત્માને અને તેના વચનને પધરાવવાની ભાવના હોવી જોઈએ. આપણને જયાં સુધી વીતરાગ બનવાનો ભાવ ન જાગે ત્યાં સુધી હૃદય મંદિરમાં વીતરાગને પધારવાનું કયાંથી થાય? સર્વદુઃખનું મૂળ રાગ-દ્વેષ અને મોહ છે અને તેને દૂર કર્યા વિના સાચું સુખ કયાંથી?
આપણામાં સમ્યગ્રદર્શનનાં પરિણામ છે કે નહીં તેની ખાતરી કઈ રીતે થાય?
સભ્ય દર્શનના લક્ષણો – આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેગ અને શમ છે. જો આસ્તિકય સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે નિર્મળ થાય અને આસ્તિકતા હોય તો દયાના પરિણામ આવ્યા વગર ન રહે. બીજાને દુઃખી જોઈને દયા થાય વિષય કષાય તાપથી પીડીત પોતાના આત્માને દુઃખી જોઈ દયાના પરિણામ આવે તો બીજાની દયા સાચી. આપણો આત્મા કેટલા કાળથી દુઃખી છે? તેનો નિર્ણય થવો જોઈએ. દયાના પરિણામ માટે જ્ઞાન જરૂરી છે. સર્વજ્ઞના તત્ત્વજ્ઞાન વિના સાચી દયા ન આવે. સમકિતનો પહેલો પાયો આસ્તિક્ય. આત્માના અસ્તિત્વને જ જો આત્મા ન જાણે તો શું થાય?પઢમં ના તમો તથા જ્ઞાન સમ્યગદર્શનથી શુદ્ધ થાય. જ્ઞાનનું ફળ દયા.
માત્ર મોક્ષ તત્વનો સ્વીકાર ન કરનાર અભવ્યને બાકીનાં આઠ તત્વનો પણ સ્વીકાર ઘટતો નથી.
અભવ્યના આત્માને જ્ઞાન નવપૂર્વ સુધીનું થાય, નવતત્ત્વો જાણે, આત્માનો સ્વીકાર પણ કરે પણ સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે અંદર પરિણામથી સંપૂર્ણ સ્વીકારતો નથી તેથી તેનામાં દયાનો પરિણામ નથી. લોકોને નવતત્ત્વનો યથાર્થ ઉપદેશ આપે, લોકો તેના ઉપદેશથી નવતત્ત્વની શ્રદ્ધા કરી સમ્યગ્રદર્શન પામી ચારિત્ર સ્વીકારી પોતાનો મોક્ષ પણ પ્રગટ કરે. પણ અભવ્યને પોતાના મોક્ષતત્ત્વની શ્રદ્ધા-રુચીનાં પરિણામ ન થાય. ચારિત્ર પાળે પણ નિર્જરા માટે નહીં, સ્વર્ગના પૌદ્ગલિક સુખનાં લક્ષ્ય આરાધના કરે. આથી એક મોક્ષ તત્ત્વનો સ્વીકાર કરતો નથી તો તે નિશ્ચયનયથી બાકીના આઠ તત્ત્વને માનતો નથી. મોક્ષ તત્ત્વને તે પૂર્ણ માનતો નથી તેથી તપ નિર્જરા માટે જ કરવો જોઈએ તેવી તેની માન્યતા નથી. આશ્રવને એકાંતે હેય માનતો નથી, પુણ્યને પણ નિશ્ચયથી હેય માનતો નથી. જે કંઈ સાધના કરે છે તેમાં પુણ્ય પ્રાપ્તિનું લક્ષ્ય છે. સર્વવિરતિના સ્વીકારને માને પણ સર્વવિરતિ નિશ્ચયથી ૧૪માં ગુણસ્થાનકે જ થાય, તે માટે જ મારે સર્વવિરતિ સ્વીકારવાની છે તેમ ન
અજીવ તત્વ | 49
Page #67
--------------------------------------------------------------------------
________________
માને. અજીવને સર્વથા હેય ન માને, એટલે જ નવમા ગ્રેવકના પોલિક સુખની આકાંક્ષા ઉભી રહે છે. આમ જે એક મોક્ષ તત્ત્વને માનતો નથી તે વાસ્તવિક નવે તત્ત્વને માનતો નથી તેનું કારણ અનાદિ મિથ્યાત્વ, જે અનાદિકાળ સુધી સદા રહેવાનું છે. આથી તેદ્રવ્યથી નિરતિચાર ચારિત્રપાળીને એક બાજુ નવમા ગ્રેવયેકના સુખ પ્રાપ્તિના પુણ્યનો બંધ કરે અને સાથે પાપનો અનુબંધ પણ ભવભ્રમણના કારણ રૂપ બાંધે છે. મોક્ષ તત્ત્વની તેને રુચી નથી એટલે આત્માના શુદ્ધસ્વરૂપસ્વભાવની રુચિ નથી. પોતાના આત્મામાં અનંતસુખ છે અને તે અનંતસુખને હું સર્વજ્ઞના કથન મુજબ પુરુષાર્થ કરવા વડે પ્રગટ કરી શકું છું, ભોગવી શકું છું, તેવી શ્રદ્ધા રુચિ-પરિણામ નથી. રુચિ આત્માનો સ્વભાવ છે અને જો સ્વઆત્મ સ્વભાવની રમણતાની રુચિ નથી તો રુચિ પરમાં-પુદ્ગલ સ્વભાવમાં જ જાય છે. આમ નવ તત્ત્વોને તે જાણે છે, જગતને સમજાવે છે પણ પોતાને તેની રુચિ નથી, તેનો સ્વીકાર નથી પણ દેવલોકના સુખની પ્રાપ્તિ અને ભોગવવાની રુચિના પરિણામ ઉભા છે.
અભવ્યો કે ભારે કર્મા જયારે દીક્ષા લઈ દ્રવ્યથી અપ્રમત્તપણે દીક્ષા પાળે ત્યારે અનંતાનુંબધી અપ્રત્યાખ્યાનનો અને અનંતાનુબંધી સંજ્વલનનો તથા વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમ હોય અને તે વખતે મુકિતનો તિવ્ર દ્વેષ ન હોય. કંઈક અંશે મિથ્યાત્વ પણ મંદ થાય છે તેથી તે દ્રવ્યથી નિરતિચાર ચારિત્ર પાળે છે, પણ અનંતાનુબંધીના મૂળિયા તરીકે મિથ્યાત્વ ન જવાના કારણે પાછો અનંતાનુબધી ઉદયમાં આવી જાય. શું આપણને પણ આપણા સ્વરૂપ- સ્વભાવરૂપ મોક્ષની રુચિ થઈ છે? આત્માના ગુણમાં જ સુખનો અનુભવ થાય અને પુગલમાં જીવને વાસ્તવિક પીડા જ થાય તેવો નિશ્ચય થયો છે ખરો? આત્મા સમકિતની સન્મુખ છે કે કેમ? તે કયારે નક્કી થાય?
જે જિનવચન સાંભળવું ગમે અને તે કરવા જેવું લાગે અને જિનવચનના યથા શક્ય પાલનમાં અંતરમાં આનંદ થાય છે તો એ જ ભવ્યત્વના વિકાસની નિશાની છે. અભવ્ય ગમે તેવું સાંભળે કે આચરે તો પણ તેના અંતરમાં કદી આનંદ ન આવે. જે આત્મા શરમાવર્તમાં, અપુનબંધક દશામાં આવે તેને મોક્ષસ્વરૂપ સાંભળતા આનંદ પ્રગટે, અભિલાષા થાય તો તે આત્મા સમકિતની સન્મુખ છે. તેમ કહી શકાય.
sળ | નવ તત્ત્વ
Page #68
--------------------------------------------------------------------------
________________
શાનાદિક ગુણ સંપદારે, તુજ અનંત અપાર તે સાંભળતાં ઉપનીરે, ચિતેણે પાર ઉતાર.
(પૂ. દેવચંદ્રવિજય મ.સા.) પુદ્ગલના ભોગમાં સુખ બુદ્ધિ લાગે છે પણ તે સુખ, સુખરૂપ નથી પણ સુખની ભ્રાંતિ છે તે પ્રમાણે માત્ર બુદ્ધિથી કહો છો કે શ્રદ્ધા-રુચિ પૂર્વક? જો શ્રદ્ધા રુચિપૂર્વક કહેતા હો તો માન્યતાને દઢપણે વળગી રહેવું જોઈએ અને જો વાસ્તવિક શ્રદ્ધારુચિપૂર્વકની હશે તો પુદ્ગલના સુખમાં ઉદાસીનતા આવ્યા વિના નહીં રહે. કદાચ રાગ થઈ જાય તો તેમાં પાછળથી પશ્ચાતાપ પણ થયા વિના નહીં રહે. એક બાજુ વિષયના સુખને ભોગવતી વખતે અંદરથી તે સુખ ભ્રાંતિ જેવું છે તેવો પરિણામ અને બહારથી ઈન્દ્રિયોના સંયોગમાં પુદ્ગલના સાતસુખનો પરિણામ પણ લાગે તો સમકિતીને એક સાથે બન્ને પરિણામ પણ સંભવે. જયારે સભ્યત્ત્વના પરિણામમાં કંઈક મંદતા હોય અને મોહના પરિણામમાં તીવ્રતા હોય તો આવા પરિણામ એક સાથે થાય પરંતુ જયારે ભોગની પ્રવૃત્તિ છૂટી જાય છે ત્યારે મોહના પરિણામનું જોર ઓછું થાય છે અને સભ્યત્ત્વના પરિણામની તીવ્રતા થાય છે ત્યારે મેં અજુગતું કર્યું છે તે ન જ કરવું જોઈતું હતું. હવે કરીશ નહીં. ગુરુ પાસે તેનું પ્રાયશ્ચિત કરીશ વગેરે પશ્ચાતાપના પરિણામ પણ થાય છે. ક્રોધનો ઉદય થયો, ક્રોધના પરિણામ એક બે દિવસ કે વધુ વખત પણ રહે છે. જેમ જેમ તે ઓછાં થતાં જાય શાંત પડે તેમ તેમ પશ્ચાતાપ પણ થાય. પશ્ચાતાપ તીવ્ર થઈ જાય તો બાંધેલા કર્મોના અનુબંધ તૂટી જાય છે. બંધાયેલું કર્મ સંપૂર્ણ નાશ પણ પામી જાય છે.
0000
અજીવ તત્ત્વ | 51
Page #69
--------------------------------------------------------------------------
________________
કાળઢવ
અનંતકાળ અથડાયો, વિના ભાન ભગવાન સથુરુસેવ્યા નહિ, મૂકયું નહિ નિજ અભિમાન
(શ્રીમ) અનંતાનંત કાળથી આત્મા અથડાઈ રહ્યો છે. કુટાઈ રહ્યો છે, ભમી રહ્યો છે કોના કારણે? કોની સાથે? આ જો આપણને ખ્યાલ આવે તો આપણને આપણા આત્મા પર દયા આવે, તો આત્માનો ઉદ્ધાર કરવાની ભાવના, રુચિ અને પુરુષાર્થ થાય, તો મળેલો મનુષ્ય ભવ સફળ થાય. છ દ્રવ્યમાં માત્ર પુદ્ગલદ્રવ્ય રૂપી છે. બાકી બધા અરૂપી છે. જે અરૂપી દ્રવ્ય હોય તે નિર્લેપ, નિર્મળ અને નિર્વિકાર હોય તેથી તે કોઈની સાથે એકમેક થઈ શકે નહીં. પુદ્ગલદ્રવ્ય માત્ર રૂપી છે રૂપીળ: પુરાના. તેમાં માત્ર રૂપ જ છે એટલું જ નહીં, તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પણ હોય છે, આકાર પણ હોય તેથી વિકારી સ્વભાવ પણ છે.
આત્મા કાળ અનાદિ અતીત અનંત જે પર રકત પુદ્ગલદ્રવ્ય સાથે આત્માનો સંયોગ સંબંધ દૂધ પાણીની જેમ કે લોહ-અગ્નિની જેમ એકમેક થઈ ગયો છે. અભેદ રૂપે થઈ ગયો છે અને તેના કારણે આત્મા પોતાનું સ્વરૂપ-સ્વભાવ ભૂલી ગયો અને પુદ્ગલના સ્વરૂપને-સ્વભાવને પોતાનું સ્વરૂપ-સ્વભાવ માનીને પોતાના
52 | નવ તત્ત્વ
Page #70
--------------------------------------------------------------------------
________________
સ્વભાવને છોડીને પુદ્ગલના સ્વભાવમય બની ભટકી રહ્યો છે, ભમી રહ્યો છે અર્થાત્ આત્મા પોતે પરમાત્મા સ્વરૂપ છે, અનંતજ્ઞાનાદિ ગુણ સ્વભાવવાળો છે તે ભૂલીને પુદ્ગલપિંડ-દેહરૂપ પોતાને માનીને ભટકી રહ્યો છે. આત્મા સ્વભાવે માત્ર ઊર્ધ્વગતિ કરવાના સ્વભાવવાળો હોવા છતાં અનિયત ગતિવાળા પુદ્ગલના સ્વભાવ પ્રમાણે તે ભમે છે તેનું તેને ભાન નથી. સદ્ગુરુના ચરણ શરણને સ્વીકારતો નથી. મળેલ બાહ્ય સંપત્તિ સત્તાદિથી પોતાને મહાન માની સરુના શરણે જઈ શકતો નથી અને જયાં પણ જાય ત્યાં દેહ લઈને જાય છે. ત્યાં તે દેહવાળા જીવોને દુઃખ (પીડા) આપવામાં નિમિત્ત બને છે અને પોતે પણ પીડાને અનુભવતો હોય છે પણ મોહના નશામાં પોતાને પોતાની પીડાનું ભાન નથી. આવી આત્માની દશામાં કેટલો કાળ પસાર થયો છે તેનું માપ કાઢવા કાળ દ્રવ્યની વિચારણા જરૂરી. તો તે જાણીને સ્વાત્મા પર સ્વદયાનો પરિણામ પ્રગટ થાય.
કાળ અનાદિ અતીત અનંત જે પરરકા,
સંગામિ પરિણામે વર્તે મોહાસકા પુગલ ભોગે રીઝયો ધારે પુગલ બંધ. પર કર્તા પરિણામે, બાંધે કર્મના બંધ. ૧શા
(અધ્યાત્મ ગીતા) આત્માએ પોતાના પર રીઝવાને બદલે પુદ્ગલ પર રીઝી પુદ્ગલના કર્તા બની પુદ્ગલનો (કર્મનો સંબંધ પોતાની સાથે કર્યો છે.
दुल्लहे खलु माणुसे, भवे चिरकालेण वि सव्वपाणीणं। गाढाय विवाग कम्मुणो, समयं गोयम! मा पमायए! ॥ १०-३६॥
| (ઉત્તરાધ્યયન) મહાવીર પરમાત્માએ ચોથા આરાના અંતે નિર્વાણ કાળ નજીક જાણીને ભરત ક્ષેત્રના મહાન પુણ્યોદયે લગાતાર ૧૬ પહોર દેશના આપી. તે દેશનામાં સારભૂત વાતરૂપે પરમાત્માએ ફરમાવ્યું કે, અનાદિ અનંત સંસારરુપ ભવ સમુદ્રમાં પરિભ્રમણ કરતા જીવોને ઘણા લાંબા કાળે દુર્લભ એવા મનુષ્યભવની પુણ્યના ઉદયે પ્રાપ્તિ થાય છે તો પણ આ મનુષ્ય ભવને મોટા ભાગના જીવો પ્રમાદને વશ બની નિષ્ફળ કરે છે અને હવે આવનારો પાંચમો આરો મહાપ્રમાદના કારણભૂત છે. પાચમા આરામાં
અજીવ તત્ત્વ | 53
Page #71
--------------------------------------------------------------------------
________________
જન્મેલા આત્માઓ મનુષ્યભવને પૂર્ણ સફળ નહીં કરી શકે. કારણ મનુષ્યભવની વાસ્તવિક સફળતા એ છે કે જે દેવો પણ ન કરી શકે કે જયાં પ્રતિસમય આત્માએ પોતાના સ્વ સ્વભાવની પૂર્ણતામાં રમવાનું છે અને તે મનુષ્યભવમાં જ જીવ કરી શકે છે. બાકી દેવાદિ કોઈ ભવમાં કરી શકતો નથી. પાંચમા આરામાં જન્મેલા જીવો સંઘયણ બળના અભાવે સ્વભાવની પૂર્ણતા પ્રગટ કરી શકતા નથી. જે સાવધાન નહીં રહે તેને પડવાના નિમિત્તો વધારે મળશે માટે વધારે અપ્રમતપણે રહેવું જરૂરી છે. સમય એટલે સ્વ સ્વભાવમાં રહેવું માટે જિનાગમમાં ફરમાવેલા તત્ત્વોને આત્મસાત્ આત્મરમણતા કરવાની છે. અનાદિ કાળથી જે કાળ આત્માનો કોળિયો કરે છે તે કાળનો કોળિયો કરવાનો છે. • નgવતી ભર્યાસ્થતિની વિચારણા કરતા કેવલશાન પાયાઃ
વસુદેવની પત્ની કનકવતી સ્ત્રીપણામાં હોવા છતાં ગૃહસ્થ વેશમાં ભવસ્થિતિની સર્વજ્ઞ તત્ત્વ પ્રમાણે વિચારણા કરતાં કરતાં કેવલજ્ઞાનને પામ્યા અર્થાત્ જિનાગમ વડે સ્વભાવને જાણી આત્માની અનંતકાળથી થયેલી વિભાવદશાનો પશ્ચાતાપ કનકવતીને થયો અને ત્યાં જ ક્ષપકશ્રેણી માંડી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી.
કર્મવશ અશુદ્ધ આત્મા પર - પર દ્રવ્યાદિની અસર થાય:
દુર્લભ એવા મનુષ્ય ભવમાં આત્માએ દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવથી અતીત થવાનું છે. કર્મને વશ અશુદ્ધ આત્મદ્રવ્ય પર પરદ્રવ્ય, પરક્ષેત્ર અને કાળભાવની પણ અસર થાય છે અને તેના કારણે આત્મા સ્વ-સ્વભાવમાં રમણતા કરી શકતો નથી. જેમ માદક પદાર્થ વાપરે, અધિક વિગઈઓ વાપરે તો ઈન્દ્રિયો ઉન્માદને પામે તેમ નિર્વિકારતા પ્રગટ કરવાના સામર્થ્યવાળો આત્મા પણ જો આયંબિલમાં અતિ ગરમ, અતિ મસાલા અને અધિક આહાર વાપરે તો તેને પણ વિકાર ભાવ પ્રગટ થાય છે. કેવલી ભગવંતો વીતરાગી બની જવાને કારણે અર્થાત્ ભાવાતીત બની જવાના કારણે તેમના પર કોઈ દ્રવ્ય-ક્ષેત્ર-કાળની અસર ન થાય. મનુષ્યભવની સંપુર્ણ સફળતા ભવાતીત થવામાં છે અને તે માટે ભાવાતીત બનવું જરૂરી છે. તે માટે જીવે કાયાતીત બનવાનું છે. કાયાતીત બનવા દ્રવ્યાતીત બનવાનું છે. તે માટે તેને કાળાતીત, ક્ષેત્રતીત અને અંતે ભાવાતીત બની ભવાતીત થવાનું છે. જયાં સુધી ભાવ છે ત્યાં સુધી ભવ છે. આ ભાવાતીત બનવાનું કાર્ય મનુષ્યભવમાં માત્ર સાધુ જ કરી શકે. આથી સાધુઓને પંચ મહાવ્રતનું ઉચ્ચારણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ 54 નવ તત્ત્વ
Page #72
--------------------------------------------------------------------------
________________
અને ભાવથી ચારે પ્રકારે ઉચ્ચરાવવામાં આવે છે અર્થાત્ પંચ મહાવ્રતોના પાલના કરવા વડે તારે શું થવાનું છે? તો કહે દ્રવ્યાતીત-ક્ષેત્રાતીત- કાળાતીત અને ભાવાતીત થવા વડે ભવાતીત થવાનું છે.
કાળ દ્રવ્યનો આધાર પણ પુદ્ગલ દ્રવ્ય છે. કાળ વાસ્તવિક અપેક્ષાએ સ્વતંત્ર દ્રવ્ય નથી. માટે પ્રથમ જીવની વિચારણા કર્યા પછી અજીવની વિચારણામાં ધર્માસ્તિકાયની, અધર્માસ્તિકાયની, આકાશાસ્તિકાયની વાત કર્યા બાદ પુદ્ગલાસ્તિકાયની વિચારણા કરી અને હવે પછી કાળની વિચારણા કરવામાં આવી છે. કાળનો આધાર પુદ્ગલ દ્રવ્ય છે. તેથી કાળની વિચારણા છેલ્લી મૂકી, કાળની સંપૂર્ણ અસરથી રહિત માત્ર સિદ્ધો છે. અરિહંત અને કેવલીને પણ આયુષ્યકાળ સુધી દેહમાં રહેવું પડે, ત્યાં સુધી તેમનું સ્વરૂપ સંપૂર્ણ શુદ્ધ ન થાય.
દેગોયમા છ દવા પન્નતા તં જહા ધમાલ્વિકાય, અધમ્માFિકાય, આવાસાથિકાય, પગલાત્વિકાય જીવાલ્વિકાય, અદ્ધાસમયા
(તસ્વાર્થ સૂત્ર) ભાવાતીત થવામાં મુખ્ય બાધક પુદ્ગલ દ્રવ્ય છે. શુભાદિભાવો પુદ્ગલ દ્રવ્યના આધારે થાય છે. જેમ માથેરાન, કાશ્મીર વગેરેમાં વાતાવરણ એ ક્ષેત્રમાં રહેવામાં કારણ બને છે તો આ વાતાવરણ એ જ પુદ્ગલ છે. આથી ક્ષેત્રમાં પણ જીવને જયાં રહેવાનું મન થાય, અનુકૂળ-પ્રતિકૂળ લાગે તે થવામાં પુદ્ગલનું વિવિધરૂપે પરિવર્તન થયા કરે છે. તેમાં જો જીવ સાવધાન હોય તો રાગાદિભાવ પરિણામ ન થાય.
ઔદારિક દેહમાં વધારેમાં વધારે કેટલા કાળ જીવ રહી શકે? સંખ્યાત આયુષ્યવાળા મનુષ્ય તથા પંચેન્દ્રિય તિર્યંચકાયે ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વ વર્ષ અને અસંખ્યાત વર્ષવાળા યુગલિક મનુષ્ય તથા યુગલિક તિર્યંચ પંચેન્દ્રિય ૩ પલ્યોપમ કાળ (અસંખ્યાત) વર્ષ રહી શકે.
કાળ બે પ્રકારે નિશ્ચય અને વ્યવહાર: કાળ વસ્તુની વર્તના અસ્તિત્વને બતાવે છે. નિશ્ચયકાળ દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવના આધારે છે. આથી નિશ્ચયકાળ લોકાલોક વ્યાપી છે. અલોકમાં આકાશ ક્ષેત્ર છે.
અજીવ તત્વ | 55
Page #73
--------------------------------------------------------------------------
________________
તેનું અસ્તિત્વ બતાવે છે. જયારે વ્યવહારકાળ માત્ર સૂર્ય-ચંદ્રની ગતિના આધારે છે. સૂર્ય-ચંદ્ર અઢીદ્વીપમાં જ મેરુને પ્રદક્ષિણા આપે છે આથી વ્યવહાર કાળ માત્ર અઢીદ્વીપમાં જ છે. અઢીદ્વીપની બહાર પણ અસંખ્ય દ્વીપ સમુદ્રો, અસંખ્ય સૂર્યચંદ્ર વગેરે છે, પણ તે સ્થિર છે. ગતિ કરતા નથી. આથી વ્યવહાર કાળરૂપ દિવસ રાત્રિ હોતી નથી. તેજ રીતે ઊર્ધ્વલોક (દેવલોક)માં તેમજ અધોલોક (નરક)માં પણ વ્યવહાર કાળ નથી. દેવલોકમાં સદા દિવસ જેવું વાતાવરણ રહે છે કારણ કે
ત્યાં વિમાનોમાં રત્નોનો પ્રકાશ સતત પ્રકાશિત રહેતો હોવાથી તથા વૈક્રિય શરીર કાંતિમય હોવાથી ત્યાં સૂર્ય પ્રકાશની જરૂર નહીં જ્યારે નરકમાં અમાસની રાત્રી જેવો અંધકાર સદા હોય. દેવ-નરકના આયુષ્યની ગણતરી વગેરે અઢીદ્વીપના વ્યવહારકાળના આધારે થાય છે. વ્યવહાર કાળ વિવિધ સંજ્ઞાવાળું હોય છે, જેના કેવલી પણ બે વિભાગ ન કરી શકે તેવા કાળને એક સમય કહેવામાં આવે છે અને તે નિશ્ચય કાળરૂપ છે.
(નિશ્ચય કાળનું સ્વરૂપ વિશેષથી આગળ કહેવામાં આવશે.) ૧. વ્યવહાર કાળનું સ્વરૂપ - વ્યવહારમાં ઉપયોગી કાળ:
ગાથા: ૧૨ એના કોડી સાસઠી લખા સહારીસહસ્સાયા દોય સયાસોલઆ, આલિયા ઈગ મુહુતમિારા અર્થઃ એક મુહૂતમાં એક ક્રોડ, સડસઠ લાખ, સિત્તોતેર હજાર, બસ્સો ને સોળ આવલિકા થાય છે.
ગાથા: ૧૩ સમયાવલી મુહુરા, દીહાપખાય માસ વરિસાયા ભણિઓ પલિઆ સાગર, ઉસ્સપ્રિણિ-સાDિણી કાલોલ અર્થ: સમય, આવલિકા, મુહુર્ત, દિવસ, પક્ષ, માસ, વર્ષ, પલ્યોપમ, સાગરોપમ,
ઉત્સર્પિણી, અવસર્પિણી એ કાળ છે. અસંખ્ય સમય બરાબર એક આવલિકા. આવલિકા એ વ્યવહાર કાળ છે. ર૫૬ આવલિકા કાળ પસાર થાય ત્યારે સૂક્ષ્મ નિગોદના એક જીવને સૂક્ષ્મ નામકર્મના 56 | નવ તત્ત્વ
Page #74
--------------------------------------------------------------------------
________________
ઉદયે સૂક્ષ્મ દારિક શરીરમાં પૂરાઈને રહેવાનો આ કાળ છે.
અસંખ્યાતા સમય = આવલિકા, આવી ર૫૬ = આવલિકા = ૧ ક્ષુલ્લક ભવ- સૌથી જઘન્ય નાનો ભવ. (અસંખ્ય સમય = આવલિકા) આટલી સૂક્ષ્મ, સ્પષ્ટ અને ગંભીર યથાર્થ વાત સર્વજ્ઞ સિવાય કોણ બતાવી શકે? એક સમયની વ્યાખ્યા સર્વજ્ઞ ભગવંતે બતાવી. કેવલી પણ જે સમયના બે વિભાગ ન કરી શકે તેટલો સૂક્ષ્મ સમય અને બીજી રીતે એક પરમાણુ એક આકાશ પ્રદેશથી બીજા આકાશ પ્રદેશમાં જાય તેમાં જે કાળ પસાર થાય તેને પણ સમય કહેવાય. આ પણ નિશ્ચયથી સમયની વ્યાખ્યા કહી. વિજ્ઞાન કયારે પણ સૂક્ષ્મ સમયને પકડી ન શકે આવા અસંખ્ય સમય પસાર થાય ત્યારે ૧ આવલિકા. આ વ્યવહાર કાળ છે. તેવી રપ૬ આવલિકા જઘન્ય કાળ જીવે એક ઓદારિક કાયામાં આયુષ્ય કર્મના ઉદયે પૂર્વે થયેલા આયુષ્ય કર્મના બંધના કારણે દેહરૂપી જેલમાં પૂરાવું પડે તેટલો કાળ છે. કાર્પણ અને તેજસ કાયામાં તો આત્મા અનાદિથી પૂરાયેલો છે.
જેનું કોઈપણ પ્રકારે આત્માને ભાન નથી એવી બેભાન અવસ્થા રૂપ દારિક સૂક્ષ્મ દેહમાં નિગોદના જીવ તરીકે અનાદિ કાળથી પૂરાઈને જયાં તેને ૭મી નરક કરતાં અનંતગણી વેદના અવ્યક્ત તરીકે ભોગવી ત્યાંથી નીકળ્યા પછી પણ જ્યાં સુધી સંજ્ઞી પંચેન્દ્રિય ભવની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તો આત્મભાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બધો કાળ પ્રમાદરૂપ ગણાય. આથી પરમાત્માએ એક સમયનો પણ પ્રમાદ કરવાની ના પાડી છે. એક સમય પણ આત્માને પોતાના સ્વરૂપનું ભાન ન હોવું અને આત્માની રમણતાના અભાવરૂપ પ્રમાદ થાય તો પાલવે નહીં તેની પણ નોંધ આગમમાં લેવાણી છે.
જયારે પરમાત્માનો આત્મા દેવલોકના ભવમાંથી ચ્યવન પામે ત્યારે ચ્યવન થવાનું છે તે પ્રભુ જ્ઞાનના ઉપયોગમાં જાણે છે. ચ્યવન થઈ ગયું છે, જાણ્યું પણ, જે સમયે ચ્યવન થઈ રહ્યું તે સમયે કાળની સૂક્ષ્મતાના કારણે પ્રભુ તે જાણી શકતા નથી. આથી સંપૂર્ણ જ્ઞાનમય સુક્ષ્મોપયોગ રુપે કેટલું દુષ્કર છે. આથી પરમાત્મા ગૌતમસ્વામિને ઉદ્દેશીને વારંવાર કહેતા કે સમર્થ જોયમ મા પમાયણ એક સમય પણ પ્રમાદ કરીશ નહીં કેમ કે મનુષ્યભવમાં જ જીવ એક સમયનો પણ પ્રમાદ ન કરવાનું ટાળી શકે છે. તો આપણા આત્માએ જે ભૂતકાળ પસાર કર્યો તેમાં જો કાયસ્થિતિનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે કેટલો કાળ પ્રમાદમાં પસાર કર્યો?
અજીવ તત્વ | 57
Page #75
--------------------------------------------------------------------------
________________
અઈમુત્તા મુનિ “પણગદગ બોલ વદતા કેવલજ્ઞાન કઈ રીતે પામ્યા? કાળદ્રવ્યની વિચારણા વડે. “પણગદગ” માટી કાદવ ત્યાં પ્રાય નિગોદ સંભવે, નસ્થ રત્ન તત્થ avi અપકાયના જીવો રહેલા છે ત્યાં નિગોદના જીવો પણ રહેલા હોય. આથી અનંત જીવોની વિરાધના થાય. અઈમુત્તા મુનિએ પાત્રાની નાવ બનાવીને પાણીમાં તરતી મૂકી, બાળ ચેષ્ટા થઈ ગઈ પણ જયારે પરમાત્માએ તેમને તેમના સ્થવિર મુનિઓ પાસે ભણવા મૂકયા અને જયારે ૧૧ અંગ ભણવા વડે જીવ વિચારનું વિશેષ જ્ઞાન પ્રગટયું ત્યારે ખ્યાલ આવ્યો કે મારા આત્માએ કેવી વિરાધના કરી? સાધુ જીવનમાં જો આ પ્રમાદ થયો તો આ પૂર્વનો મારો જે અનંત ભૂતકાળ પસાર થયો, તે અનંત ભૂતકાળમાં પણ મારા આત્માએ અજ્ઞાનતામાં કેવી સતત વિરાધનાઓ કરી હશે?
ભૂતકાળના ભાવોમાં મારા જીવને નિગોદની વિરાધનાનું પણ પાપ કેટલું લાગ્યું હશે અને હજી જયાં સુધી મારા આત્માનું નિર્વાણ ન થાય ત્યાં સુધી પ્રમાદ-અજ્ઞાનને વશ જીવોની કેટલી વિરાધના થશે? આ પ્રમાણે વિરાધનાનો ઘોર પશ્ચાતાપ ઉભો થયો અને ત્યાં જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
૬ દ્રવ્યોમાં કાળ દ્રવ્ય અનિત્ય છે. વર્તમાનકાળ એક સમય રૂપ છે. ભૂતકાળ અનંતાનંત છે અને ભવિષ્યકાળ અનંતાનંત છે. આથી ગૌતમ સ્વામિને પ્રભુએ વર્તમાનકાળને સાધવા કહ્યું છે સમર્થ જોયમ મા પમાયણ “ક્ષણ અહિ” ક્ષણની રક્ષા કરી જે આત્માને જાણે તે સાચો પંડિત છે અર્થાત્ જે આત્મકલ્યાણનો આકાંક્ષી છે તે આત્માના કલ્યાણ માટે કાળનો ભરોસો કરતો નથી. કાળને ભરોસે રહેલાનો કાળ કોળિયો કરે છે. હજી તો ઘણો કાળ જીવવાનું છે માટે પછી યોગ્ય સમયે આત્મા માટે આરાધના કરશું. કાળની સાથે મોહ જોડાયેલો છે, મોહ-આત્માના કલ્યાણમાં સદા વિધ્વરૂપ છે માટે જ્ઞાનીઓએ કહ્યું છે આત્મ કલ્યાણનો ભાવ જાગ્યા પછી વિલંબ કરવો નહીં.
जं कल्ले कायव्वं तं अजं चिय करेह तुरमाणा बहुविग्द्यो हु मुहुत्तो मा अवरहं पडिक्खेह ॥३॥
(વૈરાગ્યશતક)
Page #76
--------------------------------------------------------------------------
________________
It's already late, Please Awake aware... aware...
સમયે ગોયમ! મ પમાયL...
આભન! પ્રમાદ છોડી દે, તું માત્ર તને શોધી લે.
Page #77
--------------------------------------------------------------------------
________________
• મોહે આત્માને કઈ રીતે છેતરે છે?:
જે કાલે કરવા યોગ્ય છે તે આજે જ કરી લેવું જોઈએ અને આજે કરવા યોગ્ય છે. તે હમણાં જ કરી લે, કારણ કે મુહુર્ત કાળ ઘણા વિનવાળો હોય. કાળના બહાને મોહ વિદન કરે છે. જયારે પણ આપણે કોઈ પણ ધર્મ કરવાનો નિર્ણય કરીએ કે તરત મોહ આપણને સમજાવે કે ધર્મકાર્ય અવશ્ય કરવા જેવું છે પણ હમણાં થોડું આ કાર્ય પતી જાય પછી કરજે, એમ સમજાવી પીછે હટ કરાવે છે.
અનંતા ભૂતકાળનો વિચાર કરી જે ભવિષ્યકાળને ખતમ કરે તે મહાત્મા. અર્થાત્ વર્તમાન સમય સ્વાત્માની રમણતામાં પસાર કરે. કાળનું ભાન ભૂલાય તો કાળાતીત અમરપણું થાય. કાળનો ખોરાક ક્રિયાજ્ઞાન છે. કાળ અનંત તો ક્રિયા બહુ કરવાની રહે, બહુ કરવા કરતા અર્થાત્ જ્ઞાનના ઉપયોગપૂર્વક ક્રિયા કરાય તો ક્રિયા કાળનો કોળિયો કરે. કાળનો કોળિયો કરવા માટે કાઉસ્સગ્ગ ધ્યાન ઉત્તમ ઉપાય છે. • SIળદ્રવ્યનું સ્વરૂu (સંધ્યા પ્રમાણ) :
વતનમ્ વત્ન જયાં સુધી આત્માનો મોક્ષ ન થાય ત્યાં સુધી આત્મા સંપૂર્ણ રીતે દ્રવ્ય-ક્ષેત્ર- કાળથી મુકત થઈ શકતો નથી. હવે આત્માએ દ્રવ્ય-ક્ષેત્ર-કાળમાંથી ભાવાતીત બનવાનું છે, તો જ ઉપરની ત્રણે અવસ્થામાંથી છૂટી અનાદિ ભવના બંધનથી મુકત બની શકે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળના સ્વરૂપના નિશ્ચય વિના ભાવાતીત અવસ્થા આવવાની નથી માટે જયાં સુધી તે નિશ્ચય ન થાય ત્યાં સુધી રાગાદિભાવો થવાના છે. કાળ દ્વારા પણ વસ્તુનું અસ્તિત્વ અને પ્રમાણ (સંખ્યા) જણાય છે. કલનમ્ સંખ્યાને ગણના રૂપે અને વિચારણા રૂપે જાણવું. કાળ માત્ર વર્તમાન રૂપે છે. હોવું થવું એ ગુણ છે. કાળનું બીજા દ્રવ્યોની જેમ સદા તેનું અસ્તિત્વ નથી. માત્ર વર્તમાનરૂપ જ છે. આથી એ અપેક્ષા એ કાળની દ્રવ્યરૂપે ગણના કરવામાં આવતી નથી, આથી પંચાસ્તિકાય લોક પણ કહેવાય છે. કાળ સ્વતંત્ર દ્રવ્ય નથી પણ જીવ-અજીવના પર્યાયરૂપ છે. પર્યાય પણ દ્રવ્યથી કથંચિત્ અભિન્ન હોય છે. સમય આવલિકા એ પર્યાય છે એ હિસાબે કાળ પણ એક દ્રવ્ય કહી શકાય. તત્ત્વાર્થ સૂત્રમાં તેને સ્વતંત્ર દ્રવ્ય તરીકે પણ કહેલું છે.
સંખ્યાત કાળનું કોષ્ટક:
એક આંકથી માંડી શીર્ષપ્રહેલિકા સુધીનો કાળ સંખ્યાત કાળમાં આવે. 60 | નવ તત્ત્વ
Page #78
--------------------------------------------------------------------------
________________
સમયની વ્યાખ્યા: કેવલી કાળના વિભાગ ન કરી શકે તેવા કાળના અંતિમ સૂક્ષ્મ ભાગને સમય કહેવાય અર્થાત્ એક સૂક્ષ્મ પરમાણુ એક આકાશ પ્રદેશથી બીજા આકાશ પ્રદેશ પર જાય તેમાં જે કાળ પસાર થાય તેને એક સમય કહેવાય. એવા અસંખ્ય સમય = ૧ આવલિકા. આંખના પલકારામાં અસંખ્ય સમય પસાર થઈ જાય. • અંતર્મુહૂર્તની વ્યાખથા : समयेभ्यो नवभ्य : स्यात् प्रभुत्यर्तमुहूर्त्तकं
| (કાળ લોકપ્રકાશ) • જઘન્ય અંતર્મુહૂર્ત = બે સમયથી નવ સમય સુધી જ. • ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત = બે ઘડી (૪૮ મિનિટ)માં એક સમય ન્યૂન. • મધ્યમ અંતર્મુહૂર્ત = જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેનો કાળ. • ૧ મુહૂર્તમાં અસંખ્યાત અંતર્મુહૂર્ત થાય.
બીજી રીતે મુહૂર્નાદિ કોષ્ટક: અસંખ્ય સમય = ૧ નિમેષકાળ ૨ કળા = ૧ લેશ ૧૮ નિમેષ = ૧ કાળ
૧૫ લેશ = ૧ ક્ષણ ૨ કાષ્ટા = ૧ લવ
૬ ક્ષણ = ૧ ઘટિકા ૧૫ લવ = ૧ કળા
૨ ઘટિકા = ૧ મુહુર્ત નિગોદનો જીવ રપ૬ આવલિકા = ૧ ક્ષુલ્લક ભવ કરે છે.
૧૭ના શુલ્ક ભવ = ૧ પ્રાણ – ૧ શ્વાસોશ્વાસ ૭ પ્રાણ
૧ સ્ટોક ૭ સ્ટોક
૧ લવ ૩૮ાા લવ
૧ ઘડી-ર૪ મીનીટ ૭૭ લવ
ર ઘડી - ૪૮ મીનીટ –૧ મુહૂર્ત ૧ મુહૂર્ત
૬૫૫૩૬ ક્ષુલ્લક ભવ નિગોદના જીવના થાય
૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા ૧ મુહૂર્ત
૩૭૭૩ પ્રાણ ૧ સેકન્ડ
૨૨.૩/૪ ક્ષુલ્લક ભવ ૧ મીનીટ
૧૩૮૩ ૧/૩ ક્ષુલ્લક ભવ ૧ કલાક
૮૧૯૨૦ ક્ષુલ્લક ભવ
૧ મુહૂર્ત
અજીવ તત્વ | 61
Page #79
--------------------------------------------------------------------------
________________
૧ દિવસ
૧૯,૬૬,૦૮૦ ક્ષુલ્લક ભવ ૧ માસ
૫૮,૯૮,૨૪૦૦ ક્ષુલ્લક ભવ ૧ વર્ષ = ૭૦ ક્રોડ, ૭૪ લાખ, ૮૮ હજાર ૮૦૦ ક્ષુલ્લક ભવ
સંખ્યાત કાળનું કોષ્ટક ૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્રિ ૧૫ અહોરાત્રિ = ૧ પક્ષ (૫ખવાડિયું) ૨ પક્ષ
= ૧ માસ ૨ માસ
૧ ઋતુ ૩ ઋતુ = ૬ માસ (૧૮૩ દિવસ) – ૧ અયન ૨ અયન = ૧ વર્ષ = ૧૨ માસ ૫ વર્ષ = ૧ યુગ ૧૦ યુગ = ૫૦ વર્ષ ૧૦ સો વર્ષ = ૧ હજાર વર્ષ
૧૦૦ હજાર વર્ષ = ૧ લાખ વર્ષ ૧. ૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાગ ૨. ૧ પૂર્વાગ ૪ ૧ પૂર્વાગ = ૧ પૂર્વ = ૭૦૫૬૦ અબજ વર્ષ
૮૪ લાખ પૂર્વ = ૧ ત્રુટિતાંગ ૮૪ લાખ ત્રુટિતાંગ = ૧ ત્રુટિત ૮૪ લાખ ત્રુટિત
૧ અડડાંગ ૮૪ લાખ અડડાંગ
૧ અડડ
= ૧ અવવાંગ ૮૪ લાખ અવવાંગ
૧ અવવ ૯. ૮૪ લાખ અવવ = ૧ હૂડાંગ ૮૪ લાખ હડાંગ
૧ હૂહૂક ૧૧. ૮૪ લાખ હૂક = ૧ ઉત્પલાંગ ૧૨. ૮૪ લાખ ઉ૫લાંગ = ૧ ઉત્પલ ૧૩. ૮૪ લાખ ઉમ્પલ
૧ પદચાંગ ૧૪. ૮૪ લાખ પદચાંગ
છે
૪ ર
M $
૮૪ લાખ અડડ
$ $
?
૧પદચ
62 | નવ તત્ત્વ
Page #80
--------------------------------------------------------------------------
________________
૧૫. ૮૪ લાખ પદચ
૧ લલિતાંગ ૧૬. ૮૪ લાખ લલિતાંગ = ૧ નલિન ૧૭. ૮૪ લાખ નલિન = ૧ અથનિપૂરાંગ ૧૮. ૮૪ લાખ અર્થનિપૂરાંગ ૧ અર્થનિપૂર ૧૯. ૮૪ લાખ અર્થનિપૂર = ૧ અયુતાંગ ર૦. ૮૪ લાખ અયુતાગ
૧ અયુત ૮૪ લાખ અયુત
૧ નયુતાંગ ૮૪ લાખ નયુતાંગ = ૧ નયુત ૮૪ લાખ નયુત
૧ પ્રયુતાંગ ૨૪. ૮૪ લાખ પ્રયુતાગ = ૧ પ્રયુલિકાંગ
૮૪ લાખ પ્રયુકૂલિકાંગ = ૧ ચૂલિકા ર૬. ૮૪ લાખ ચૂલિકા = ૧ શીર્ષપ્રહેલિકાંગ ર૭. ૮૪ લાખ શીર્ષપ્રહેલિકાંગ = ૧ શીર્ષ પ્રહેલિકા
ગણિતના વિષયની સંખ્યા સમયથી માંડીને શીર્ષ પ્રહેલિકા સુધી જાણવી. ત્યાર પછી ઉપમા વડે પલ્યોપમાદિનું ગણિત સમજવું. શીર્ષ પ્રહેલિકાના અંકો ૧૯૪ થાય. પ૪ અંક અને ૧૪૦ મીંડા = ૧૯૪ આંક. ૭૫૮ર૬૩રપ૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭૩પ-૬૯૯
૭૫૬૯૬૪૦૬ર૧૩૯૬૬૯૪૮૦૮૦૧૮૩ર૯૬ અને એની ઉપર ૧૪૦ મીંડા મોક્ષ બે પ્રકારે કરવાનો છે. દ્રવ્યથી અને ભાવથી. ભાવથી મોક્ષ થયા વિના કયારેયદ્રવ્યથી મોક્ષ નહીં થાય. કારણ ભાવ એટલે મોહનો પરિણામ, મોહનો પરિણામ માત્ર પુદ્ગલ દ્રવ્ય પર થાય છે. પુદ્ગલ દ્રવ્યનો સંબંધ ક્ષેત્ર અને કાળ સાથે રહેલો છે. આથી નિશ્ચયથી ક્ષેત્ર અરૂપી છે. આકાશ અરૂપી ક્ષેત્ર છે. વ્યવહારથી તેમાં રહેલા રૂપી પુદ્ગલ દ્રવ્યથી તે પણ ક્ષેત્ર કહેવાય છે. જેમ જેટલી જગ્યા પર ઈંટ-માટી આદિથી દિવાલની વાડ કરવામાં આવે તેને વ્યવહારથી પોતાનું ક્ષેત્ર કહેવામાં આવે છે અને તેના પર જ મારાપણાની બુદ્ધિ-મમત્વભાવ પણ થાય છે. પૃથ્વીરૂપ વિશાળ જગ્યા હોવા છતાં જે જગ્યા પર આ રીતે દિવાલ આદિ દ્વારા પોતાના નામ-માલિકી હક્કથી જયારે તે સ્થાન કરવામાં આવે તેના પર પોતાનું મમત્વ સહજ થાય. બીજા સ્થાન પર તેવું
અજીવ તત્વ | 63
Page #81
--------------------------------------------------------------------------
________________
સહજ મમત્વન થાય. પોતાના તરીકે માનેલા ક્ષેત્ર ઘરાદિ સ્થાનમાં જીવને રહેવાનું ગમે. રાત-દિવસ ત્યાં પસાર કરવાનું થાય. બહાર ગમે ત્યાં જાય જયારે ઘરે આવે ત્યારે જ શાંતિપૂર્વક રહેવાનું થાય.
આમ ઉનાળામાં માથેરાન, કાશ્મીર આદિ ક્ષેત્રોમાં જવાનો ભાવ, રહેવાનું મન, રહેવાનો આનંદ થશે કારણ ત્યાં શીતળ પુદ્ગલ દ્રવ્યના યોગે તે ક્ષેત્ર ગમી જાય અને તેના યોગે રાત્રિ-દિવસો (રજાના દિવસો) ત્યાં પસાર કરવામાં પોતાને સુખી તરીકે કાળની સફળતા માનનારો થાય. એના આધારે પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળમાં રહેવા રૂ૫ ભવસર્જનકર્મબંધ થાય. રાજા-મહારાજાઓ તથાચક્રવર્તી વગેરે રાજયરૂપી ક્ષેત્રને પોતાની માલિકીરૂપે કરવા અને તેના પર પોતાની સત્તા ચલાવવા રૂપ રાજયસુખ ભોગવવા માટે ભયંકર યુદ્ધ કરવા વડે નરકક્ષેત્ર-અશુભ પુદ્ગલોના વેદન કરવારૂપ અને અશુભ-રૌદ્રપ્રધાન ભાવને ભોગવવા રૂપ નરકભવરૂપ નરકાયુષ્યકર્મ બાંધી ત્યાં ઉત્પન્ન થાય. જે ઔદારિક દેહરૂપે પુણ્ય કર્મના ઉદયે મનુષ્ય ભવરૂપે સાધન મળ્યું છે તેના દ્વારા મોક્ષ માર્ગની ભાવાતીત થવાની સાધના કરવાની છે. કર્મો સામે યુદ્ધે ચડીને તેને જીતીને ભવાતીત થવાનું છે તેના બદલે ઉસૂત્ર અજ્ઞાનતાદિ મહાપ્રમાદને વશ બની જીવે નિગોદમાં સૌથી વધુ પરાધીનતા ગુલામી-બેભાન અવસ્થામાં પસાર કરી. અનંતકાળથી અથડાયો, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ સદ્ગુરુ સંતને મૂકવું નહિ અભિમાન. (શ્રીમ) સંસારમાં અથડાતા કૂટાતા કલેશ સહન કરવા વડે, અકામ નિર્જરા કરવા વડે, મનુષ્યાદિ ભવ પામી વળી ત્યાં પુણ્યથી મળેલા ભોગોમાં આસકિત કરી, રાજયાદિ સત્તાથી ઉન્મત્ત બની ઘોર કર્મ બાંધી ફરી નરક નિગોદમાં અસંખ્ય કાળ અર્થાત્ ઘણા સાગરોપમ કાળ સુધી ત્યાં પીડા ભોગવવા આત્મા ગયો. આવું જિનવચન છે. સંસારમાં પરિભ્રમણ કરવા પાપ કરીને મોટાભાગના જીવાત્માઓ નરકના બધા પયાર્યોમાં (૧ થી ૭ સુધી) અનંતીવાર મુસાફરી કરી આવ્યા છે.
इमस्स ता नेरइअस्स जंतुणो। दहोवणीअस्स किलेसवत्तिणो
पलिओवमं झिजइ सागरोपमं। किमंग पुण मज्नझ इमं मणोदुहं ॥१५॥
(દશ વેકાલિક પ્ર. ચૂલિકા)
64 | નવ તત્ત્વ
Page #82
--------------------------------------------------------------------------
________________
દશવૈકાલિક આગમમાં મુનિઓને સાધુજીવનમાં જયારે શારીરિક કષ્ટો (ઉપસર્ગ) આવે ત્યારે સમાધિ ભાવ માટે શું વિચારવાનું કહ્યું? નરકમાં ત્રણ પ્રકારના દુઃખો ક્ષેત્રકૃત, પરમાધામીકૃત અને પરસ્પર ઉદીરિત એ દુઃખો સહન કરતા અસંખ્યાત કાળરૂપ પલ્યોપમ અને સાગરોપમ કાળ પસાર થઈ ગયો તો તે દુઃખોની અપેક્ષાએ આ વર્તમાન સમયે દિવસ કે સંખ્યાત વર્ષ રૂપ માનસિક કે શારીરિક દુઃખ શું વિસાતમાં છે? આમ વિચારી મુનિને કષ્ટો સમતાપૂર્વક સહન કરવા કહ્યું છે.
પલ્યોપમ અને સાગરોપમ એ કેટલો વિશાળ કાળ છે તે જાણવા કાળનું સ્વરૂપ જાણવું જરૂરી છે. પલ્યોપમ અને સાગરોપમ સૂક્ષ્મ અને બાદર બે સ્વરૂપે છે. તેમાં બાદર પલ્યોપમ માત્ર સૂક્ષ્મ પલ્યોપમ સમજવા માટે જાણવાનો છે. તેનો કોઈ ઉપયોગ નથી. પલ્યોપમના પણ ત્રણ ભેદ છે. અદ્ધા, ઉદ્ધાર અને ક્ષેત્ર પલ્યોપમ.
પલ્યોપમ અને સાગરોપમનું કાળ સ્વરુપ. ૧. બાદર અદ્ધાપલ્યોપમ એક યોજન ઊંડા-લાંબા-પહોળા કૂવામાં ૭ દિવસના
જન્મેલા યુગલિકના ૧ વાળના ટુકડાથી એવા ઠાંસી ઠાંસીને ભરવાકે ઉપરથી ચક્રવર્તીનું સૈન્ય પસાર થઈ જાય તો પણ દબાય નહીં, અગ્નિથી બળે નહીં અને વરસાદથી ભીંજાય નહીં તેવા કૂવામાંથી સો વર્ષે ૧ વાળ કાઢતાં કૂવાને ખાલી થતાં જે કાળ પસાર થાય તેને બાદર અદ્ધા પલ્યોપમ કહેવાય.
સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ : પૂર્વે કહેલ વાળના ટુકડાના હવે તેટલા જ (માપ) પ્રમાણમાં અસંખ્ય ટુકડા કરીને ભર્યા પછી સો-સો વર્ષે એક વાળને કાઢતાં કૂવાને ખાલી થતાં જે કાળ પસાર થાય તેને સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ કહેવાય છે. (દેવ-મનુષ્યાદિના આયુષ્યની ગણતરી આ પ્રમાણે થાય.) ૨. બાદર ઉદ્ધાર પલ્યોપમ : ઉપરોકત જે આઠ ટુકડા કરેલા તે ટુકડા ભરીને તે
કૂવાને સમયે-સમયે ખાલી કરતા જે કાળ પસાર થાય તેને બાદર ઉદ્ધાર પલ્યોપમ કહેવાય. (આ માપનો કયાંય ઉપયોગ નથી પણ સૂક્ષ્મ અદ્ધા પલ્યોતમ આ રીતે સમજાય માટે બાદર સમજવાનું છે.) સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ : અસંખ્યાત ટુકડાવાળા કૂવામાંથી સમયે સમયે ૧ વાળ કાઢતા કૂવાને ખાલી થતાં જે કાળ પસાર થાય તેને સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહેવાય. (દ્વીપ-સમુદ્રોનું માપ આના વડે થાય.)
અજીવ તત્વ | 65
Page #83
--------------------------------------------------------------------------
________________
૩. બાદર ક્ષેત્ર પલ્યોપમઃ અસંખ્યાતા કલ્પેલા વાળને સ્પર્શેલા આકાશપ્રદેશને
સમયે સમયે ખાલી કરતાં કૂવો ખાલી થતાં બાદર ક્ષેત્ર પલ્યોપમ થાય.
સૂમ ક્ષેત્ર પલ્યોપમ: આકાશપ્રદેશને સ્પર્શલા અને નહીં સ્પર્શેલા બધા જ આકાશ પ્રદેશોને સમયે સમયે ખાલી કરતાં કૂવો જયારે ખાલી થાય ત્યારે સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ થાય. (પૃથ્વી કાયાદિ જીવોનું પ્રમાણ આનાથી મપાય.)
બાદર ઉદ્ધારપલ્યોપમ = સંખ્યાત સમય બાદર અદ્ધાપલ્યોપમ = સંખ્યાતા વર્ષ બાદર ક્ષેત્રપલ્યોપમ
= અસંખ્યાતા કાળચક્ર અસંખ્યાત વર્ષ
= ૧ પલ્યોપમ ૧૦ કોટાકોટી પલ્યોપમ = ૧ સાગરોપમ ૧૦ કોટા કોટી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી ૧૦ કોટા કોટી સાગરોપમ = ૧ અવસર્પિણી ૧ અવસર્પિણી + ૧ ઉત્સર્પિણી = ૧ કાળચક્ર = ૨૦.
કોટાકોટી સાગરોપમ (૧ ક્રોડને ૧ ક્રોડથી ગુણીએ ત્યારે ૧ કોડાકોડી થાય. આ રકમને ફરી ૧૦ વડે ગુણીએ ત્યારે ૧૦ કોટાકોટી થાય.) • છ આરાનું સ્વરૂપ આરો અવસર્પિણી કાળ
ઉત્સર્પિણી કાળ ૧ ૪ કોટાકોટી સાગરોપમ
૪ કોટાકોટી સાગરોપમ ૩ કોટાકોટી સાગરોપમ
૩ કોટાકોટી સાગરોપમ ર કોટાકોટી સાગરોપમ
ર કોટાકોટી સાગરોપમ ૧ કોટાકોટી સાગરોપમ
૧ કોટાકોટી સાગરોપમ (૪ર હજાર વર્ષ જૂન)
(૪ર હજાર વર્ષ જૂન) ૨૧ હજાર વર્ષ
ર૧ હજાર વર્ષ ૬ ૨૧ હજાર વર્ષ
૨૧ હજાર વર્ષ
આરો
જ
કે
જ
છે
m£ aw run
૦
૦
- - - - ---------------
------------------------
૧૦ કોટાકોટી સાગરોપમ + ૧૦ કોટાકોટી સાગરોપમ = ૨૦ કોટાકોટી સાગરોપમ ર૦ કોટાકોટી સાગરોપમ = ૧ કાળચક્ર, અનંતકાળ ચક્ર = એક પુદ્ગલ પરાવર્તકાળ
66 | નવ તત્ત્વ
Page #84
--------------------------------------------------------------------------
________________
સંખ્યાત-અસંખ્યાત અને અનંતનું સ્વરૂપઃ
કાળ દ્રવ્ય દ્વારા જીવ દ્રવ્યની વિચારણા કરવાની છે કે મારા આત્માએ અનંતાનંતકાળમાં પરિભ્રમણ કરતા સ્વ પરના આત્માની કેટલી કેટલી દ્રવ્યભાવ હિંસા કરી, કેટલા કર્મનો પરિગ્રહ કરી કેટલા ભવભ્રમણ કર્યા અને પરમાનંદ સ્વભાવને બદલે પીડા ભોગવી. આવી રીતે સ્વ આત્માએ પૂર્વે કરેલા પાપનો ઘોર પશ્ચાત્તાપ કરે. પ્રશ્ચાતાપની તીવ્રતા વધતા કનકવતીની જેમ ક્ષેપક શ્રેણી માંડી અનેક આત્માઓ કેવલજ્ઞાન મેળવી સદા માટે કર્મ-પુદ્ગલના સંબંધથી મુકત બની સિદ્ધાવસ્થામાં સદા સ્થિર થયા. આથી કાળ દ્રવ્યની સતત વિચારણા જરૂરી છે.
૧ સમયથી માંડી શીર્ષપ્રહેલિકા સુધીનો કાળ એ સંખ્યાતકાળ ગણાય, પલ્યોપમ અને સાગરોપમ અસંખ્યાત કાળ ગણાય અને પુદ્ગલ પરાવર્તકાળ અનંત કાળ ગણાય.
અનંત કાળનું સ્વરૂપ (પૂ. આ. વીરશેખરસૂરિ મ.સા.ઉદ્ભૂત ચોથા કર્મગ્રંથના અનુવાદના આધારે લીધેલ છે.) હમ નામ
સવરૂપ ૧. જઘન્ય સંખ્યા મધ્યમ સંખ્યા
જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા ૩. ઉત્કૃષ્ટ સંખ્યા
જઘન્ય પરિત્ત અસંખ્યાતમાં ૧ જૂન ૪. જઘન્ય પરિત્ત અસંખ્યાત ૧.ચાર પ્યાલા અને દ્વીપસમુદ્રોના દાણાની સંખ્યા તે.
મધ્યમ પરિત્ત અસંખ્યાત ૨. જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા
ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત ૩. જઘન્યથી યુકત અસંખ્યાતમાં એક ન્યૂન ૭. જઘન્ય યુકત અસંખ્યાત ૪. જઘન્ય પરિત્ત અસંખ્યાતનો રાશી અભ્યાસ કરતા ૮. મધ્યમ યુકત અસંખ્યાત છે. જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા ૯. ઉત્કૃષ્ટ યુકત અસંખ્યાત ૬. જઘન્યયુકત અસંખ્યાતાસંખ્યાતમાં ૧ જૂન ૧૦. જઘન્ય અસંખ્યાત અસંખ્યાત છે. જઘન્યયુકત અસંખ્યાતનો રાશી અભ્યાસ કરતાં ૧૧. મધ્યમ અસંખ્યાત અસંખ્યાત ૮. જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા ૧૨. ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત ૯. જઘન્ય પરિત્ત અનંતમાં ૧ જૂન ૧૩. જઘન્ય પરિત્ત અનંત ૧. જઘન્ય અસંખ્યાતાસંખ્યાતાનો રાશી અભ્યાસ કરતા ૧૪. મધ્યમ પરિત્ત અનંત ૨. જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા
અજીવ તત્વ | 67
જે
4 ર
નું
Page #85
--------------------------------------------------------------------------
________________
૧૫. ઉત્કૃષ્ટ પરિત્ત અનંત ૩. જઘન્યથી યુકત અનંતમાં ૧ જૂન ૧૬. જઘન્ય યુકત અનંત ૪. જઘન્ય પરિત્ત અનંતનો રાશી અભ્યાસ કરતા ૧૭. મધ્યમ યુકત અનંત પ. જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા ૧૮. ઉત્કૃષ્ટ યુકત અનંત ૬. જઘન્ય અનંતાનંતમાં ૧ જૂન ૧૯. જઘન્ય અનંતાનંત ૭. જઘન્યથી યુકત અનંતનો રાશિ અભ્યાસ કરતા ૨૦. મધ્યમ અનંતાનંત ૮. જઘન્યથી અનંતાનંતથી અધિક
સિદ્ધાંતના મતેઃ ઉત્કૃષ્ટ અનંતાનંત નથી. માટે કુલ ૨૦ ભેદ થાય. આ વાત અનુયોગદ્વાર સૂત્રને અનુસાર છે.
અવ્ય આચાર્યોના મતે: (નવ્યગાથા ૮૦ થી ૮૬).
,
,
,
,
૪થું જઘન્યયુક્તાસંખ્યાત : જઘન્યપરિત્તાસંખ્યાતનો રાશિ અભ્યાસ ૭મું જઘન્યાસંખ્યાસંખ્યાત : જઘન્યયુક્તાસંખ્યાતનો વર્ગ કરવો ૧લું જઘન્યપરિત્તાનંત : જઘન્યાસંખ્યાતાસંખ્યાતનો ૩ વાર વર્ગ કરવો
–
જે
જે
૪
ર
અનુક્રમે ૧૦ વસ્તુનાં નામા
લોકાકાશના પ્રદેશો ધર્માસ્તિકાયના પ્રદેશો અધર્માસ્તિકાયના પ્રદેશો એક જીવના પ્રદેશો સ્થિતિબંધના અધ્યવસાયો રસબંધના અધ્યવસાયો યોગના નિર્વિભાગ ભાગો ઉત્સર્પિણી, અવસર્પિણી (૧ કાલચક્ર)ના સમયો પ્રત્યેક શરીરી જીવો
સાધારણ શરીરો (નિગોદના શરીરો). આ ૧૦ વસ્તુઓ ઉમેરીને ફરી ૩ વાર વર્ગ કરવો.
$
$
?
68 | નવ તત્ત્વ
Page #86
--------------------------------------------------------------------------
________________
૪થું જઘન્યયુક્તાનંત
૭મું જઘન્યાનંતાનંત ૯મું ઉત્કૃષ્ટાનંતાનંત
: જઘન્ય પરિત્તાનંતનો રાશિ અભ્યાસ
(અભવ્યના જીવો એટલા છે.) : જઘન્ય યુક્તાનંતનો વર્ગ કરવો : જઘન્યાનંતાનંતનો ૩ વાર વર્ગ કરવો તેમ
સંખ્યાનું નામ કેટલામું જઘન્ય યુક્ત અસંખ્યાત ૪થું : જઘન્ય યુક્તાનંત ૪થું : મધ્યમ યુક્તાનંત
પમું : મધ્યાનંતાનંત ૮મું :
તે પ્રમાણેની કઈ વસ્તુ? આવલિકાના સમય અભવ્ય જીવો સિદ્ધો અને સમ્યકત્વભ્રષ્ટ જીવો રર વસ્તુઓ
૮મા મધ્યમાનન્તાનને રહેલ રર વસ્તુઓઃ ૧. બાદર પર્યાપ્તા વનસ્પતિ જીવો ૧૨. નિગોદના જીવો ૨. બાદર પર્યાપ્તા જીવો
૧૩. વનસ્પતિના જીવો ૩. બાદર અપર્યાપ્તાવનસ્પતિ જીવો ૧૪. એકેન્દ્રિયના જીવો
બાદર અપર્યાપ્તા જીવો ૧૫. તિર્યંચના જીવો ૫. બાદર જીવો
૧૬. મિથ્યાદષ્ટિ જીવો ૬. સૂક્ષ્મ પર્યાપ્તા વનસ્પતિ જીવો ૧૭. અવિરતિ જીવો ૭. સૂક્ષ્મ પર્યાપ્તા જીવો
૧૮. સકષાય જીવો ૮. સૂક્ષ્મ અપર્યાપા વનસ્પતિ જીવો ૧૯. છદ્મસ્થ જીવો ૯. સૂક્ષ્મ અપર્યાપ્તા જીવો ૨૦. સયોગી જીવો ૧૦. સૂક્ષ્મ જીવો
૨૧. સંસારી જીવો ૧૧. ભવ્ય જીવો
રર. સર્વ જીવો
અજીવ તત્ત્વ | 69
Page #87
--------------------------------------------------------------------------
________________
સંખ્યાત, અસંખ્યાત અને અસંખ્યાતા-અસંખ્યાત અનંત અને અનંતાનંત વગેરે માપ વડે આ સંસારનું તળિયું કેટલું ગહન અથવા કેટલું ઉંડું છે તેનો સામાન્ય ખ્યાલ આવે.
મતાંતર: (૧) સિદ્ધના જીવો (૨) નિગોદના જીવો (૩) વનસ્પતિના જીવો (૪) ત્રણે કાળના સમયો (૫) સર્વ પુદ્ગલના પરમાણુઓ (૬) સર્વલોક અને અલોકના પ્રદેશો. આ છ વસ્તુ ઉમેરીને ફરી ૩ વાર વર્ગ કરવો અને એમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનના પર્યાયો ઉમેરવા, આ રીતે નવમું ઉત્કૃષ્ટ અનંતાઅનંત થાય અર્થાત્ કર્મગ્રંથના હિસાબે ૨૧ ભેદ થાય.
લોકાલોકમાં જેટલા પદાર્થો છે તે સર્વ મધ્યમ અનંતાનંતે જ છે. તેથી નવમું ઉત્કૃષ્ટ અનંતાનંત નિપ્રયોજન છે.
નોંધ: અનંતના 9 પ્રકારોનો જયારે અંત આવે ત્યારે આઠમું અનંત આવે, ઘણા અનંતના પણ અંત આવે પણ નિગોદના જીવ સંખ્યા અને અલોક આકાશના અનંત પ્રદેશનો અંત ન આવે.
एवं अणोरपारे संसारे सायरम्मि भीमम्मि। पत्तो अणंतखुत्तो, जीवेहिं अपत्तधम्मेहिं ॥४४॥
| (જીવ વિચાર પ્ર.) જેનો પાર ન પામી શકાય એવો આ સંસારરૂપી સાગર, એમાં જીવ અનાદિ કાળથી ડૂબી રહ્યો છે, તેને પાર પામી શકતો નથી. જો ભવસાગરનું માપ કાઢવું હોય અને તેના તળિયાની ગંભીરતા સમજવી હોય તો ચારે આવર્તી સમજવા પડે. જેમ સમુદ્રમાં ઉત્પન્ન થતાં આવર્તામાં એક વખત કોઈ ફસાય પછી નીકળે નહીં તેમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપી ચાર મહાઆવર્તેથી તે ઘેરાયેલો છે તે મહાઆવર્તમાંથી મુકત થવાનો માત્ર એક જ ઉપાય જિનવચન રૂપી નાવ છે. તે જો પ્રાપ્ત થાય તો જીવ આ મહાઆવર્તથી મુક્ત થાય પણ તે જિનવચન રૂપી નાવ પણ કેટલા દીર્ઘકાળે પરિભ્રમણ કર્યા પછી તેને પ્રાપ્ત થાય છે. આથી જિનવચનની કેટલી દુર્લભતા છે એ વાત આપણને સમજાય છે અને જો એક વખત આ જિનવચન પ્રાપ્ત થયા પછી તેનો રુચિ પરિણામ કેળવાઈ જાય તો પછી જિનવચનના અમલમાં સર્વશકિતઓને લગાવી દે અને એવું પાલન કરે કે વહેલામાં વહેલી તકે જીવ આ ભવરૂપી મહાઆવર્તમાંથી સદા મુકત થઈ જાય.
70 | નવ તત્ત્વ
Page #88
--------------------------------------------------------------------------
________________
નામસ્થાપનાવ્યમાવતતન્યાસ: (૧-૬).
(તત્ત્વાર્થ સૂત્ર) કોઈપણ વસ્તુની સંપૂર્ણ વિચારણા કરવી હોય તો તે ચાર નિક્ષેપાથી થાય અને તે દ્વારા કરાયેલી વસ્તુવિચારણા વડે વસ્તુનો વિશાળ બોધ થાય. અહીં પુદ્ગલપરાવર્તરૂપ કાળની ચાર પ્રકાર વડે વિચારણા કરવાથી તે વિશે વિશાળ અને ગંભીર બોધ થાય. • ચાર પ્રકારે પુદગલ પરાવર્ત કાળ : કાળ, ક્ષેત્ર, દ્રવ્ય અને ભાવ ઉત્તરોત્તર સૂક્ષ્મ-સૂમ છે.
વ્યવહાર કાળઃ પુલ દ્રવ્યના ક્રિયાત્મક ક્રમિક અનિત્ય ભાવને જ વ્યવહાર કાળ કહેવાય છે. કાળ તો યથાર્થ પરિવર્તન રૂપ છે. તેથી તે પુદ્ગલ પરાવર્તનાદિ નામે કહેવાય છે. સિદ્ધોને કાળ નથી. સૈકાલિક ઐક્ય છે. જેનું ભાવિ તેને ભય, તેનું ભ્રમણ છે. ભ્રમણનો અંત એટલે કાળનો અંત. ૧. કાળ પુગલ પરાવર્તકાળ અવસર્પિણી કાળના પહેલા આરાના પ્રથમ સમયે
કોઈ જીવનું મરણ થાય અને પછી તે ફરી બીજા સમયે મરણ પામે તો તે કાળની ગણતરીમાં ગણાય તેવું કદી બની શકે નહીં કારણ કે કોઈપણ જીવનું જઘન્ય આયુષ્ય અસંખ્ય સમય એક આવલિકા તે પ્રમાણે રપ૬ આવલિકા પ્રમાણ ઓછામાં ઓછું હોય. આથી તે જીવ જયારે અવસર્પિણીના પ્રથમ સમયે ૧ જન્મ તા ૨ જી સમયે મૃત્યુ ન જ પામે તેથી સમજી કાળ અને ઉત્સર્પિણી પસાર થયા પછી ફરી અવસર્પિણી કાળના પ્રથમ આરાના બીજા સમયે મરણ કરીને તે કાળને સ્પેશે તો તે કાળ તેની ગણતરીમાં આવે અને આવી રીતે ક્રમસર અવસર્પિણીના બધા જ સમયોને અને ઉત્સર્પિણીના બધા સમયોને એક જીવ મરણ કરીને સ્પર્શે ત્યારે એક સૂક્ષ્મકાળ પુદ્ગલ પરાવર્તકાળ પસાર થાય અને ક્રમ વિના જો અવસર્પિણી અને ઉત્સર્પિણીના બધા સમયોને જીવ મરણ કરીને સ્પેશે ત્યારે તે બાદર પુદ્ગલ પરાવર્તકાળ કહેવાય. તેનો કોઈ ઉપયોગ નથી. આ કાળ પુદ્ગલ પરાવર્તકાળની વિચારણા કરવા વડે જિનવચન પર અપૂર્વ શ્રદ્ધા થાય અને જિનવચન નિર્વેદ-સંવેગાદિનું કારણ બને.
तं किंपि नत्थि ठाणं, लोए वालग्गकोडिमित्तंपि। जत्थ न जीवा बहुसो, सुहदुक्ख परंपरा पत्ता ॥२४॥
| (વેરાગ્ય શતક) અજીવ તત્ત્વ 71
Page #89
--------------------------------------------------------------------------
________________
૧૪ રાજલોકના આકાશક્ષેત્રનો એવો કોઈ ભાગ બાકી રહ્યો નહીં હોય કે જીવે જયાં ઘણીવાર જન્મ-મરણના દુઃખને સહન ન કર્યા હોય, છતાં હજી આપણને જન્મ અને મરણના દુઃખ (પીડા) માંથી મુકત થવાનું મન નથી થતું તે જ આશ્ચર્ય છે! અર્થાત્ આપણને જિનવચન સાંભળવા છતાં હજી વાસ્તવિક શ્રદ્ધાના પરિણામ થયા નહીં. આથી જ આત્માની આવી દુઃખની પરંપરા સાંભળવા છતાં આપણે તેમાંથી મુકત કરાવનાર એવા જિનવચનરૂપ આજ્ઞાનો સ્વીકાર કરતા નથી. ૨. ક્ષેત્ર પુગલ પરાવર્તકાળ ઃ કાળ પુદ્ગલ પરાવર્તકાળ કરતા ક્ષેત્ર પુદ્ગલ
પરાવર્તકાળ સૂક્ષ્મ છે. ૧૪ રાજલોક પ્રમાણે જે આકાશપ્રદેશ ક્ષેત્ર છે તેના પ્રથમ આકાશપ્રદેશ ક્ષેત્ર પર કોઈ જીવ મરણ પામે પછી ક્રમસર બીજા આકાશપ્રદેશના ક્ષેત્ર પર મરણ પામે એમ ક્રમસર ૧૪ રાજલોકના સર્વક્ષેત્ર પર ક્રમસર મરણ કરીને સ્પર્શે ત્યારે એક સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તકાળ થાય. જો પ્રથમ આકાશક્ષેત્ર પર મરણ થાય અને બીજી વખતે તેના બાજુના આકાશપ્રદેશ પર મરણ ન થતાં બીજે કયાંય પણ મરણ થાય તો તે કાળની ગણતરી ન ગણાય. ફરી જયારે બીજા આકાશ પ્રદેશ પર જ મૃત્યુ પામે ત્યારે જ તે કાળ ગણતરીમાં લેવામાં આવે. કાળ પુદ્ગલ પરાવર્તકાળથી આ વધારે સૂક્ષ્મ છે તેનું કારણ એ છે કે એક અંગુલ (આંગળીના વેઢા) પ્રમાણ ભાગમાં આકાશક્ષેત્રમાં રહેલા આકાશપ્રદેશોને ખાલી કરતાં અસંખ્ય અવસર્પિણી અને અસંખ્ય ઉત્સર્પિણી કાળ પસાર થાય. આમ સર્વાકાશ પ્રદેશોના સર્વ પ્રદેશોને ક્રમસર મરણ કરીને જીવ સ્પર્શે ત્યારે જે કાળ પસાર થાય તેને એક સૂક્ષ્મક્ષેત્ર પુદ્ગલ પરાવર્તકાળ કહેવાય અને ક્રમ વિના જો સર્વ આકાશક્ષેત્રને જીવ મરણ
કરીને સ્પર્શે તો તે બાદરક્ષેત્ર પરાવર્તકાળ કહેવાય. • સમ્યત્વની પ્રાપ્તિ પછી જીવને મોક્ષ પામવાનો દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તકાળ
કહ્યો છે તે સૂક્ષ્મક્ષેત્ર પુદ્ગલ પરાવર્તકાળની અપેક્ષાએ કહ્યો છે. અર્થાત્ જીવ સંસારમાં અનંત આવા ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તકાળ પસાર કર્યા પછી જયારે પરિભ્રમણ કરતા કરતા પણ તેનો પરિભ્રમણ કાળ માત્ર અર્ધક્ષેત્ર પુદ્ગલ પરાવર્તનથી કંઈક ન્યૂન બાકી રહે તે પછી જ તે સમ્યક્ત પામે તે પૂર્વે નહીં અર્થાત્ સમ્યક્ત પામ્યા પછી જીવને સંસાર પરિભ્રમણ કાળ માત્ર અર્ધપુદ્ગલ
પરાવર્તકાળની અંદર જ હોય. આ જિનવચન પર જો અપૂર્વશ્રદ્ધા થાય તો 72 | નવ તત્ત્વ
Page #90
--------------------------------------------------------------------------
________________
ખરેખર પરિભ્રમણ થયા પછી પણ જીવ સમ્યત્વની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરશે અને સમ્યત્વ પ્રાપ્ત થયા પછી તે સમ્યત્વની રક્ષાર્થે અર્થાત્ તે પરિણામ ન જાય માટે પણ તેટલો જ સાવધાન થઈ જાય. પુદ્ગલ પરાવર્તકાળ દ્વારા આપણા અનંત ભૂતકાળના પરિભ્રમણની ઘોર જન્મમરણની જીવે સહેલી પીડા પર અનુકંપા પશ્ચાતાપ થાય અને હવે વર્તમાનકાળ કેમ પ્રમાદથી બચાવી લેવાય તેની કાળજી પ્રગટે. અર્થાત્ સ્વભાવમાં સ્થિર થઈ તે માટે જ સર્વ પ્રયત્ન કરવાની નિશ્ચય દષ્ટિ થાય.
न सा जाइ न सा जोणी, न तं ठाणं न तं कुलं। न जाया न मुया, जत्थ सव्वे जीवा अणंतसो ॥२३॥
| (વૈરાગ્ય શતક) જિનવચન છે કે ભવિતવ્યતાને પ્રભાવે કરીને જે જીવ અવ્યવહારરાશિમાંથી નીકળીને વ્યવહારરાશિમાં આવ્યા પછી તે તેવી કોઈ જાતિ નથી કે તેવા કોઈ કુળ ન હોય કે કોઈપણ સ્થાન નહીં હોય કે જયાં જીવે જન્મ ધારણ ન કર્યો હોય, અને જન્મેલાને મૃત્યુનું દુઃખ તો અવશ્ય છે. પ્રાયઃ કરીને સર્વ જીવો માટે આ સાધારણ નિયમ છે અનંતીવાર દરેક જીવ આવી રીતે દરેક સ્થાન-યોનિ-જાતિ-કુલાદિમાં જન્મ પામી શકે છે માટે કોઈ જાતિનો-કુળનો કે સ્થાન પામ્યાનો ગર્વ કે ઈચ્છા કરવા જેવી નથી, તેમ ત્યાં રહેવાનો કે ઉત્પન્ન થવાનો અભિલાષ પણ કરવા જેવો નથી. માત્ર આ બધાથી મુકત થઈ આત્માએ પોતાના સિદ્ધાવસ્થારૂપ શાશ્વત સ્થાના સ્વભાવને- સ્વરૂપને પામવાનો જ માત્ર અભિલાષ કરવા જેવો છે. ૩. દ્રવ્ય પુદગલ પરાવર્તકાળ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તકાળથી પણ આ વધારે સૂક્ષ્મ
છે. આઠ વર્ગણામાંથી એક આહારક વર્ગણાને છોડીને ૭ વર્ગણા (દારિક, વૈક્રિય, તેજસ, શ્વાસોચ્છવાસ, ભાષા, મન અને કાર્મણ) ને જીવ ક્રમસર ગ્રહણ કરીને છોડે. જેમકે સૌપ્રથમ દારિક વર્ગણા પછી વૈક્રિય વગેરે ક્રમસર પૂર્ણ ગ્રહણ કરી અને છોડે તેમાં જે કાળ પસાર થાય તેને સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્તકાળ કહેવાય. પ્રક્રિયામાં ક્ષેત્રથી આ વધારે સૂક્ષ્મ છે. તેનું કારણ એક આકાશ પ્રદેશમાં અનંતાનંત કાર્મણાદિ વર્ગણા સમાઈ શકે અને ક્રમસર બધી વર્ગણા પૂર્ણ કરવાની છે. બધા ભવમાં જીવ વૈક્રિય વર્ગણા ધારણ કરી શકતો
અજીવ તત્ત્વ | 73
Page #91
--------------------------------------------------------------------------
________________
“ “ર્તન યોગ)
ભૂતકાળની સ્મૃતિ નથી, ભવિષ્યની ચિંતા નથી,
માત્ર વર્તમાન ક્ષણ સાથે જ
મને સંબંધ છે, માટે હું સુખી છું.
Learn to live rightly in the
present moment... LET THE JOY ARISE
Page #92
--------------------------------------------------------------------------
________________
નથી. માત્ર દેવ, નારક અને વાયુકાયમાં જ તે ગ્રહણ કરે, બાકી પંચેન્દ્રિય કે મનુષ્યભવમાં વૈક્રિય લબ્ધિ પ્રગટ થાય તો ગ્રહણ કરી શકે, નહીં તો નહીં. દેવ-નારકીના આયુષ્ય બધા દીર્ઘકાળના. તે ભવમાંથી મરીને પાછો દેવ કે નારક સતત ઉત્પન્ન પણ ન થઈ શકે આથી આ વર્ગણા દરેક ભવમાં તે પ્રાપ્ત ન કરી શકે તેથી તેનો દીર્ઘકાળ પસાર થાય. આ જીવે સંસારમાં જે દુઃખ, દ્રવ્યપીડા, ભાવપીડા ભોગવી તેનું મુખ્ય કારણ
કાલ અનતનિગોદધામમાં પુગલ સંગે રહ્યો, દુખ અનંત નરકાદિથી તું અધિક બહુવિધ સહિયો, (૧)
જ્ઞાન અનંત જીવનો નિજગુણ, તે પુગલ આવરીયો, ચેતનકુંપુગલ ચેનિશદિન, નાનાવિધ દુઃખ ઘાલે. (૧૨)
(પુદ્ગલ ગીતા) શરીરાદિ સેકડો પુદ્ગલ જીવે મિથ્યાત્વના ઉદયમાં પુદ્ગલને જ પોતાનું સ્વરૂપ માની અને તેને સારું કરવામાં, સુખી કરવામાં પુદ્ગલોના ગ્રહણ પરિગ્રહ કર્યા, તેમાં જ પોતાની સંપત્તિ-કિંમતી વસ્તુ તરીકે સમગ્ર જીવનું બહુમાન પુદ્ગલમાં જ ઢાળ્યું અને આત્માને વિશે નિરસ થયો. પુદ્ગલના વિષે અનંત રસવાળો થઈ આત્માને ભૂલી તેમાં એકાગ્ર થઈ સ્વ પર આત્માને મહાસંતાપ આપીને અનંતગુણ સંતાપને ભોગવવા નરક નિગોદની અનંતીવાર જીવે મુસાફરી કરી. પુદ્ગલના સંગે, તેના રાગે, તેના બહુમાને અને તેના વિષેના વિપર્યાસ જ્ઞાનના કારણે તેની સાથે માત્ર નિશ્ચયથી હેય માનીને અને વ્યવહાર કરવાની જેટલી જરૂર પડે તેટલા જ વ્યવહાર ઉદાસીન પરિણામે કરવાના હતા તેમ કરવાને બદલે રસ, રુચિ, રાગ અને આસકિતપૂર્વક કરવાથી જ્ઞાનાદિગુણો પર કર્મનું આવરણ આવવાથી તે ગુણો આવર્તિત થયા- ઢંકાયા અને વિપર્યાસ દોષો પ્રગટવાને કારણે ભયંકર અનેક પ્રકારના દુઃખોથી જીવ દુઃખી થયો.
પુદ્ગલ પરાવર્તકાળ પર જિનવચનની શ્રદ્ધા થાયતો ખ્યાલ આવે, જેમાં સમુદ્રના આવર્તામાં ફસાયેલાને નીકળવું દુષ્કર છે તેમ અનાદિ કાળથી કર્મના સંયોગના કારણે અનંતાનંત પુદ્ગલ પરાવર્તરૂપ આવર્તામાં જીવ પરિભ્રમણ પામ્યો. અર્થાત્ આત્માએ આજ સુધી જે ઓદારિક પુદ્ગલ વર્ગણાઓ – જે ભોજનરૂપે, વસ્ત્રરૂપે, મકાનરૂપે, સોનાચાંદીના ઘરેણાંરૂપે, શરીરરૂપે, આદિ સર્વ વસ્તુઓને જે
અજીવ તત્વ | 75
Page #93
--------------------------------------------------------------------------
________________
ગ્રહણ કરી અને પરિભ્રમણ કરવા રૂપ અનંતાનંત આવર્તો અનંતાનંત કાળ સુધી કર્યા છતાં હજુ તેનામાં વિરામ પામવાનું મન થતું નથી, તેના સંગથી છૂટવાનું મન થતું નથી તો આપણને સતત વિચાર આવવા જોઈએ કે હજુ મને તુચ્છ રૂપવાન, ભરાવદાર, અનુકૂળ શરીરમાં રોગ થાય છે અને હજુ તેના સુખ છોડવાનું મન થતું નથી અને જરાય કાયાને દુઃખ આપવાનું કે દુઃખ વેઠવાનું મન થતું નથી. તો જિનવચન વિચારવું જોઈએ કે આ જીવે સંસારમાં પરિભ્રમણ કરતા જે દેહ પ્રાપ્ત કર્યા છે તે ભેગા કરવામાં આવે તો સમુદ્રોના સમુદ્રો ભરાય.
जीवेण भवे भवे मिलियाई, देहाई जाई संसारे। ताणं न सागरेहिं कीरइं संखा अणंतेहिं ॥४७॥
| (વેરાગ્ય શતક) અનંતકાળથી જે સંસાર સાગરમાં પરિભ્રમણ કર્યું તેમાં ચાર ગતિમાં સૌથી રોગરહિત એવું સુખી રૂપવાન શરીર દેવોને પ્રાપ્ત થાય છે અને તે દેવભવની પ્રાપ્તિ પણ જીવને અનંતવાર થઈ ચૂકી હશે. તીર્થંકરપણું, અનુત્તરદેવ, લોકાંતિકદેવ, ચક્રવર્તીપણું અને ભાવ સાધુ સિવાયના બીજા પર્યાયો જીવને અનંતીવાર પ્રાપ્ત થયા. અનંતીવાર દેવ સમૃતિઓ ભોગવી છતાં જીવ તૃપ્ત ન થયો તો હવે આ જીવ મનુષ્ય ભવરૂપી તુચ્છ સુખોમાં તૃપ્ત કઈ રીતે થશે? અતુમ જીવના પરિભ્રમણનો અંત પણ નહીં આવે. ૪. ભાવ પૂગલ પરાવર્તકાળ: સર્વ રસબંધના અધ્યવસાય (કષાય ઉદયજન્ય)
સ્થાનોને ૧૪ રાજલોકના અસંખ્યપ્રદેશો છે તેટલા રસબંધના સ્થાનો છે. કષાયના તરતમતાના યોગે જે અસંખ્ય રસબંધના સ્થાનો તે દરેક રસબંધના સ્થાનોને જીવ ક્રમસર અનુભવીને સ્પર્શીને મૂકે, તેમાં જે કાળ પસાર થાય તે સૂક્ષ્મભાવ પુદ્ગલ પરાવર્તકાળ કહેવાય. ક્રમ વિના મરણ કરીને બધાય અધ્યવસાય સ્થાનોને સ્પર્શે તો બાદરભાવ પુદ્ગલ પરાવર્ત કહેવાય. આ ભાવ પુલ પરાવર્તકાળ દ્રવ્ય પુલ પરાવર્તકાળથી પણ અધિક છે. આમ કાળ કરતા ક્ષેત્ર, ક્ષેત્ર કરતા દ્રવ્ય અને દ્રવ્ય કરતા ભાવ અધિક અધિક વૃદ્ધિવાળો છે. આ ચારમાં સૌથી વધારે મહત્તા ભાવપુદ્ગલ પરાવર્તકાળની છે. જયાં સુધી જીવ ભાવને છોડતો નથી ત્યાં સુધી જન્મરૂપ-મરણરૂપ પુદ્ગલ દ્રવ્ય ગ્રહણ મોચન ઉભા રહે છે. દ્રવ્ય પુદ્ગલના આધારે ક્ષેત્ર અને કાળ તે બન્ને
76 | નવ તત્ત્વ
Page #94
--------------------------------------------------------------------------
________________
પણ બનવામાં મુખ્ય ભાવ પુદ્ગલ પરાવર્તકાળ છે. જ્યાં સુધી ભાવ છે ત્યાં સુધી ભવાતીત ન થવાય. અનાદિ દ્રવ્યના સંયોગ રૂપ સંસાર છૂટો ન પડે. દ્રવ્યનો ત્યાગ કરવા છતાં, કાળ પર વિજય પ્રાપ્ત કરવા છતાં જો ભાવને જીતી ભાવાતીત ન થાય તો ફરી આત્માને ભવમાં પૂરાઈ જુદા જુદા ક્ષેત્રમાં, કાળમાં પરિભ્રમણ ઊભું રહે. એક વખત સર્વથા મોહરૂપ ભાવ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો પછી ભવસર્જક કર્મના બંધનો સદા માટે અભાવ થઈ જાય પછી ભવના સર્જક કર્મબંધ નહીં (કષાય સત્તા કે ઉદયરૂપબંધ ન હોય). કેવલી ભંગવતોને સંપૂર્ણ મોહનો ક્ષય થવાના કારણે શરીરાદિ હોવા છતાં ભાવ સર્જક કર્મનો બંધ નહીં, માત્ર એક સમયરૂપ યોગ નિમિત્ત રસહીન બંધ થાય, તરત નિર્જરા થાય. દ્રવ્ય પુગલ પરાવર્તકાળના ૭ પેટા ભેદ:
આત્માનું જોડાણ અનાદિથી કામર્ણ વર્ગણા સાથે રહ્યું છે એના કારણે પોતાના સહજ સ્વભાવ પારિણામિક ભાવ હોવા છતાં પોતાના સ્વભાવમાં પ્રમોદ પામવાને બદલે પ્રમાદરૂપ વિભાવ પ્રગટ થાય છે. હવે જ્યારે કર્મલઘુતા થાય ત્યારે આત્માને પોતાની શુદ્ધદશાનું ભાન થાય એટલે કે ચરમાવર્તકાળમાં આવ્યા થકી આત્માને પોતાની શુદ્ધ દશાનું ભાન થાય. જેમ સમુદ્રના આવર્તમાં ફસાઈ જાય તેમ ૭ પ્રકારના પુદ્ગલ વર્ગણાના આવર્તરૂપ સ્વભાવમાં વિભાવરૂપે ફસાઈ જાય (પરિભ્રમણ કર્યા કરે). આ અનાદિ આવર્તનું જોર કંઈક ઓછું થાય ત્યારે ચરમાવર્તમાં આ જીવને ભાન થાય કે હું ભમી રહ્યો છું. ૧. કાર્યણ પુદ્ગલ પરાવર્તઃ
આઠ વર્ગણામાંથી આહારક વર્ગણા છોડીને બાકીની સાત વર્ગણાનું આવર્ત આત્માને અનાદિથી છે. જીવ દરેક સમયે ૪થા અનંતથી વધારે અને પાંચમા અનંતથી ઓછી એટલી કામણ વર્ગણાઓને ગ્રહણ કરે છે. તેના કારણે સહુથી વધારે આવોં કાર્મણ વર્ગણાના કહ્યા. કાર્મણ વર્ગણા એ અતિ સૂક્ષ્મ છે. ઘણા પ્રદેશોની બનેલી છે. તેથી એક સમયે ઘણા પુદ્ગલો ગ્રહણ થાય છે તથા સર્વ ગતિમાં રહેલ સંસારી જીવો તેને ગ્રહણ કરે છે. તેથી તેનું પુદ્ગલપરાવર્ત જલદી પુરું થાય. તેને સૌથી ઓછો કાળ લાગે.
અજીવ તત્વ | 17
Page #95
--------------------------------------------------------------------------
________________
૨. તેજસ પુગલ પરાવર્તઃ
તેજસ વર્ગણાઓ કાર્મણ વર્ગણાથી સ્થૂલ છે તથા કાર્મણથી ઓછા પ્રદેશની બનેલી છે. તેથી એક સમયે કાર્મણથી ઓછા પુદ્ગલો ગ્રહણ થાય છે, માટે કાર્મણથી તેના અનંતગુણ કાળે પુગલ પરાવર્ત પૂરું થાય છે. ૩. ઔદારિક પુલ પરાવર્તઃ
ઔદારિક વર્ગણાસ્થૂલ છે. અલ્પપ્રદેશવાળી છે તથા સર્વત્ર (સર્વગતિમાં) ગ્રહણ થતી નથી. (દેવ- નરક ભવમાં તે ગ્રહણ શરીર રૂપે ન કરે, તેથી તેજસ વર્ગણાથી અધિક કાળ ઔદારિક વર્ગણા પૂર્ણ કરવામાં લાગે અર્થાત્ તૈજસથી ઓદારિક પરિવર્તનનો નિષ્પત્તિકાળ અનંતગુણ છે. જીવને પોતાના ચિદાનંદ સ્વભાવમાં રહેવા દારિક પરાવર્તનકાળ બાધક બને છે. આખા દિવસમાં જે ઈચ્છાઓ થાય તે બધી દારિક વર્ગણાની જ થાય છે. વાયુકાયના ઔદારિક શરીરની સ્પર્શેચ્છા તથા ખાવા પીવા, પહેરવા વગેરેની જે જે ઈચ્છાઓ તે ઔદારિક વર્ગણાની છે. તેમાં ઉદાસીન પરિણામ આવવો જરૂરી છે. ૪. શ્વાસોચ્છવાસ પુલ પરાવર્તઃ
દારિક વર્ગણા કરતા શ્વાસોશ્વાસ સૂક્ષ્મ તથા બહુuદેશી હોવા છતાં તે અપર્યાપ્ત અવસ્થામાં ગ્રહણ ન થાય અને પર્યાપ્ત અવસ્થામાં પણ દારિક શરીરના પુદ્ગલોની અપેક્ષાએ ઓછી ગ્રહણ થાય. તેથી ઓદારિક આવર્તથી અધિક કાળ લાગે અર્થાત્ ઔદારિક પુદ્ગલ પરાવર્ત કાળથી શ્વાસોચ્છવાસ પુલ પરાવર્તકાળ અધિક છે અર્થાત્ અનંતગુણ નિષ્પત્તિ કાળ છે. ૫. મન પુગલ પરાવર્તઃ
આણપાણ (શ્વાસોચ્છવાસ)થી સૂક્ષ્મ અનેબuદેશી હોવા છતાં એકેન્દ્રિયાદિમાં તેનું ગ્રહણ થતું નથી અને લાંબાકાળે જયારે સંજ્ઞીપણું (મન) મળે ત્યારે જ ગ્રહણ થાય છે. તેથી શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલ પરાવર્તકાળ કરતાં અધિક છે અર્થાત્ અનંતગુણ નિષ્પતિ કાળ છે. ૬. ભાષા ગુગલ પરાવર્તઃ
મન કરતા ભાષા શીધ્ર પ્રાપ્ત થાય છે, કેમકે બે ઈન્દ્રિયાદિ અવસ્થામાં હોય છે. તો પણ મનોદ્રવ્યથી ભાષાદ્રવ્ય સ્થૂલ હોવાથી એક સમયે અલ્પ ગ્રહણ થાય છે. તેથી મનઃપુદ્ગલપરાવર્તથી અનંતગુણ છે. 78 | નવ તત્ત્વ
Page #96
--------------------------------------------------------------------------
________________
૭. વૈદિય પુગલ પરાવર્તઃ
વૈક્રિય શરીર સંસારમાં ઘણા કાળે પ્રાપ્ત થતું હોવાથી તેનો પુદ્ગલ પરાવર્તકાળ સહુથી વધારે હોય છે. તે પણ અનંતગુણ અધિક છે. આમ જીવ આ ૭ વર્ગણા રૂપ પુદ્ગલ પરાવર્તોમાં અનંતકાળથી ભ્રમણ કરતાં પોતાના સ્વભાવમાં રમણ કરવાનું ભૂલીને ભયંકર પીડા ભોગવે છે. આવી વિચારણા કરવાથી જીવને પોતાના ઉપર અનુકંપા પ્રગટ થાય છે. • નિશ્ચયકાળ ૪ પ્રકારના છેઃ
(અ) વર્તના (બ) પરિણામ (ક) ક્રિયા (ડ) પરત્વ અને અપરત્વ. નિશ્ચયકાળનો ઉપકાર નવાને જૂનું કરે તે
पुनर्वर्तमानैकसमयात्मकः असौ नैश्चियिकः
__वर्तमान एक समयरूपः निश्चयकालः (અ) વર્તના:
વર્તના નિશ્ચયકાળનું મુખ્ય લક્ષણ છે. એ વસ્તુનું તે-તે સ્વરૂપે રહેવું તે વર્તના. વસ્તુનું અસ્તિત્વ સત્તા રૂપે રહેવું તે વર્તન, પદાર્થનું તે પણું રહેવું, હોવાપણું થવું તે વસ્તુની સત્તા છે. દરેક વસ્તુની સ્થિતિ, ગતિ, ઉત્પત્તિ, પર્યાયો વગેરેમાં વર્તના કારણ છે. કાળ વડે વર્તનાની શુદ્ધિ થાય છે. એથી કાળ દ્રવ્ય વર્તના ગુણવાળું જાણવું. પુદ્ગલ દ્રવ્યનું પણ જે પ્રતિસમયે જે પરાવર્તન થાય છે તેમાં મુખ્ય કારણ કાળ દ્રવ્ય છે. તેથી વર્તના એ કાળ દ્રવ્યનું લક્ષણ છે. સઘળા દ્રવ્યો સ્વયં પ્રત્યેક સમયવર્તી રહ્યા છે અને ઉત્પાદ અને વ્યય પણ દરેક દ્રવ્યમાં પ્રતિ સમય થઈ રહ્યો છે. કાળ માત્ર તેમાં નિમિત્ત છે.
વર્તનાકાળ ૪ પરિણામવાળો છે: ૧. સાદિસાંત ૨. અનાદિસાંત
૩. સાદિ અનંત ૪. અનાદિ અનંત ૧. સાદિસાંત: જેની શરૂઆત અને અંત પણ હોય તેને સાદિસાંત કહેવાય. દા.ત. પુદ્ગલના સ્કંધો માટીનો ઘડો-માટીમાંથી ઘડારૂપે નિર્માણ થાય અને ઠકરારૂપે નાશ પણ થાય.
અજીવ તત્વ | 79
Page #97
--------------------------------------------------------------------------
________________
૨. અનાદિસાત : ભવ્યજીવને કર્મ સંયોગ અનાદિથી છે અને કર્મનો નાશ
પામવાના સ્વભાવથી તેનો અંત છે. દા.ત. ક્ષાયિક સમ્યક્ દષ્ટિ. ૩. સાદિ અનંત સિદ્ધપણું પ્રગટ થયું છે. હવે તેનો ચેતનથી વિયોગ ક્યારેય નથી.
દા.ત. સિદ્ધ ભગવંતો. ૪. અનાદિ અનંત : જે અનાદિથી છે અને ક્યારેય પણ તેનો નાશ નથી.
અભવ્યપણું, જીવ, પરમાણું, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય વગેરે બધા દ્રવ્યો અનાદિ અનંત છે.
આત્મા પરિણામને યોગ અને ઉપયોગ રૂપે આદિ અને અંતવાળો છે. તેથી આત્મા સ્વભાવથી અનાદિ છે અને યોગાદિના આધારે આદિવાળો અને અંતવાળો પણ છે. (બ) પરિણામ:
પદાર્થની વિવિધ પ્રકારની પરિણતિ (અવસ્થા)નું રૂપાંતર થવું ફેરફાર થવો તે પરિણામ છે. આકાર અને અવસ્થા બદલાય પણ દ્રવ્ય ન બદલાય માટી પિંડરૂપે બની જાય. તેમાં કાળ ન માનવામાં આવે તો એક સમયે ઉત્પત્તિ અને એક સાથે નાશ થઈ જાય.
આપણા જીવનનું પ્રથમ કર્તવ્ય છે કે આપણે સ્વના ઉપયોગમાં આવવું, પોતે પોતાના સ્વરૂપના દર્શન કરવા. પ્રભુના દર્શન પણ એટલા માટે કરવાના કે મારા આત્માના મને સતત દર્શન થાય. માટે આત્મદર્શન એ પાપનો નાશ કરનાર છે. નવતત્ત્વના સ્વરૂપનો નિર્ણય કર્યા વગર પરમાત્માના વાસ્તવિક દર્શન થઈ શકે નહીં. નવતત્ત્વ દ્વારા પોતાની જે શુદ્ધિ છે તે વર્તમાનમાં અનાદિના કર્મસંયોગના કારણે અશુદ્ધ બની ગઈ છે. તે માટે કર્મની વિવિધતાનો વિચાર કરીને આપણા શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ.
વર્તનાદિ કાળકૃત તે કાળના લિંગ છે. તેમાં નવા પુરાણાદિ રૂપે તે તે ભાવે નિરંતર તે વર્તન, અને નવા નવા પર્યાયની પ્રાપ્તિ તે પરિણામ. વાદળા વગેરેમાં આદિમાન અને ચંદ્ર વિમાન વગેરેમાં અનાદિમાન પરિણામી છે.
જીવ પરિણામી સ્વભાવવાળો છે. પર દ્રવ્યના નિશ્ચય સ્વરુપનું ભાન ન થાય તો અનાદિથી પર દ્રવ્યમાં પરિણમન પામતા આપણા આત્માના સ્વભાવને રોકી શકીએ નહીં માટે પર દ્રવ્યમાં પરિણમન પામતા આપણા આત્માના સ્વભાવને રોકીને સ્વ સ્વભાવમાં પરિણામ પામવું એ જ આત્માની મુખ્ય સાધના છે. 80 | નવ તત્ત્વ
Page #98
--------------------------------------------------------------------------
________________
(ક) ડિયા:
ક્રિયા એટલે વ્યાપાર, પ્રયોગથી કે વિસસાથી. જીવ-અજીવનું પરિણમવા રૂપે થતો વ્યાપાર તે ક્રિયા. એક સ્થળેથી બીજા સ્થળે જવા રુપ ક્રિયા છે.
ક્રિયા ત્રણ પ્રકારની છે. (૧) પ્રયોગાદિથી (૨) મિશ્રપરિણામથી (૩) વિસસાથી.
(૧) પ્રયોગ પરિણામ દિયા : જીવના પ્રયત્નથી જે થાય તે પરિણામ ક્રિયા કહેવાય. જેમકે શરીરમાં થતી જે કોઈપણ ક્રિયા છે તે પ્રયોગ પરિણામ ક્રિયા છે. જો જીવમાં વીર્ય પરિણમન સ્વભાવ ન હોય તો એક પણ પરિણામ ક્રિયા ન થાય અથવા આહારનું ગ્રહણ કરવું તે અભિસંધિ વીર્ય અને આહારને ગ્રહણ કર્યા બાદ આહારનું પચાવવું, અર્થાત્ સાત ધાતુરૂપ પરિણમન પમાડવું એ અનભિસંધિ વીર્યના કાર્યરૂપ ક્રિયા છે.
(૨) મિત્ર પરિણામ કિયા : કુંભારને ઘડા બનાવવામાં જે સાધન સામગ્રીની સહાય લેવી પડે તે ક્રિયા મિશ્ર પરિણામી ક્રિયા કહેવાય. જેમકે માટી, ચક્ર વગેરે, સાયકલ ચલાવવાની પ્રવૃત્તિ વગેરે. બીજાની સહાય લઈને જીવ જે પણ પ્રયત્ન કરે તે મિશ્ર પરિણામ ક્રિયા કહેવાય.
(૩) વિસ્મસા પરિણામ દિયા: પ્રેરણા વિના જે સ્વભાવિક ક્રિયા થાય છે. મેઘધનુષ્યનું સ્વાભાવિક રીતે થતું નિર્માણ. જેમાં જીવકે કોઈપણ સાધન સામગ્રીનો પ્રયોગ થયા વિના જે ક્રિયા થાય છે. ચંદ્રની પ્રભા, સૂર્યનો પ્રકાશ વગેરે. (ડ) પરાપરત્વ:
પરત્વ અને અપરત્વ એ બંને પરસ્પર સાપેક્ષ છે. એના ત્રણ ભેદ છે. પરત્વ એટલે મોટાપણું, જૂનાપણું. અપરત્વ એટલે નાનાપણું, નવાપણું. (૧) પ્રશંસાકૃતઃ સર્વનય પ્રમાણ સ્યાદવાદ શૈલીથી જૈન ધર્મ સર્વ ધર્મોથી
શ્રેષ્ઠ ધર્મ છે. એકાંત દષ્ટિથી બીજા ધર્મો હલકા છે. (૨) ક્ષેત્રકૃત: અમદાવાદથી અંબાજી ક્ષેત્રદૂર છે. અમદાવાદથી આણંદ નજીક છે. (૩) કાળકૃત ૧૦ વર્ષનો છોકરો ૧૮ વર્ષના છોકરા કરતાં નાનો છે. જૂનાપણું - આજના બનાવેલા ઘડા કરતા ગઈકાલનો બનાવેલ ઘડો જૂનો છે.
અજીવ તત્ત્વ 81
Page #99
--------------------------------------------------------------------------
________________
કાળ દ્રવ્યનું વર્તના મુખ્ય લક્ષણ છે. પુગલદ્રવ્યનું પ્રતિસમય જે પરાવર્તના થાય છે તેમાં મુખ્ય કારણ જાળદ્રવ્ય છે.
કાળ દ્રવ્યની વિચારણા દ્વારા દરેક દ્રવ્યનું ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના અસ્તિત્વરૂપે થવું હોવું એ વર્તન કહેવાય. વર્તના એ દરેક દ્રવ્યની ત્રણે કાળની સત્તા-અસ્તિત્વ બતાવે છે. આપણા આત્માના અસ્તિત્વનો કાળદ્રવ્યની વિચારણા દ્વારા નિર્ણય કરવાનો છે. વર્તમાનકાળમાં આપણું અસ્તિત્વ રહેવાનું છે, અનંતા ભૂતકાળમાં આપણું અસ્તિત્વ હતું અને અનંત ભવિષ્યકાળમાં પણ આપણું આત્માતરીકે અસ્તિત્વ રહેવાનું છે. માટે વર્તમાનકાળમાં શુદ્ધોપયોગ ધર્મની સાધના એવી કરવી કે જેથી વર્તમાન અને અનંતો ભવિષ્ય સુધરી જાય.
અનાદિથી બગડેલા ભૂતકાળના કુસંસ્કારથી આપણા આત્મા ઉપર ચોંટી ગયેલા કર્મોને વર્તમાનકાળમાં શુદ્ધ ઉપયોગ દ્વારા સુધારીને આપણે આપણા અનંત ભવિષ્યકાળને સુધારી શકીએ છીએ. આત્માએ પોતાના સ્વભાવમાં હોવું એ વર્તનારૂપે વર્તવાનું છે, રહેવાનું છે. માટે પરમાત્માએ સમય ગોયમ મા પમાયએ કહ્યું છે એટલે કે એક સમયનો પણ તું પ્રમાદ ન કર. એટલે પોતાના શુદ્ધ સ્વરૂપના ઉપયોગમાં શ્રદ્ધારૂપે, રુચિ રૂપે રહેવું અને એ દ્વારા શુદ્ધ આત્મ અવસ્થાને પામવાના પ્રયત્નવાળું બનવું જોઈએ એટલે કે પોતાના શુદ્ધ ઉપયોગમાં રહેવા દ્વારા સ્વ સમયમાં રહેવા દ્વારા પોતાના સ્વભાવમાં સતત રમવું જોઈએ.
કાળદ્રવ્યની વિચારણા દ્વારા આપણા આત્માએ અનાદિ ભૂતકાળમાં કેટલા કાળથી કયાં કયાં, કઈ કઈ અવસ્થામાં કેટલો કેટલો કાળ પસાર કર્યો છે એનું ભાન થવા દ્વારા આપણને કાલાતીત થઈ જવાની ભાવના પુષ્ટ થાય છે અથવા પ્રગટ થાય છે, જેથી ભવિષ્યમાં આપણને કાળની કોઈપણ પ્રકારની અસર ન થાય. દિવસ, રાત, મહિના, ઋતુઓની જે અસર વર્તમાનમાં આપણને થાય છે તેની અસર ન થાય માટે હવે આપણે આપણો સ્વભાવ જે જ્ઞાતા અને દ્રષ્ટા ભાવનો છે તેને જ પામવો છે એવો દઢ નિર્ણય કરવાનો છે.
દયાનો પરિણામ શુદ્ધ કયારે થાય?
કર્મ, કષાય અને કાયાના કારણે આપણો આત્મા સત્તાએ અનંતસુખના ધામ રૂપ છે તે અનંતદુઃખમય બન્યો છે. આવો નિર્ણય થાય તો દયાનો પરિણામ આવે. 82 | નવ તત્ત્વ
Page #100
--------------------------------------------------------------------------
________________
મારો આત્મા અનંતસુખ ભોગવી શકવાની સમર્થતાવાળો છે છતાં કર્મને કારણે જે કાયા મળી તે કાયા કષાયના પરિણામથી પકડાઈ છે તેથી હું અનંત સુખ ભોગવી શકતો નથી, મને શાંતિનો અનુભવ નથી. મુનિ ક્રોધના ઉદયમાં પણ શાંતિનો અનુભવ કરે, કારણ ઔચિત્ય વ્યવહારથી તે ક્રોધ માત્ર દેખાવ રૂપ હોય છે પરંતુ અંદર પરમ સમાધિને અનુભવતો હોય. જયારે મુનિને લાગે અને ક્રોધ કર્યો તેથી જ પેલો બોલતો બંધ થઈ ગયો, એમ માન્યું તે ખરેખર મિથ્યાત્ત્વ છે. તે માત્ર બહારથી બોલતો નથી પણ અંદરથી વિશેષ તક જોઈ ધડાકો કરશે. અંદરથી શાંત નથી થયો પણ ઉકળી રહ્યો છે. ક્રોધનો પરિણામ તે મોહનો પરિણામ. મોહ પરિણામથી આત્માને ભાવ પીડા થાય છે. ક્રોધમાં અશાંતિ ઉકળાટ અનુભવાય પણ રાગની પીડાનો અનુભવ પીડારૂપ ન થાય કારણ કે તે વખતે જ્ઞાનમૂર્ણિત (જ્ઞાન રાગથી દૂષિત) અવસ્થાવાળું છે. તેથી તે સ્વ પર પ્રકાશિત બનતું નથી.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ સૂર્યની આતાપના લેવા રૂપ અપ્રમત્ત ભાવે વિશિષ્ટ તપ સાધના કરતા હોવા છતાં એક સૈનિકના મુખે પુત્ર દુશ્મન રાજાથી ઘેરાયેલો છે તે સાંભળવા માત્રથી સ્નેહરાગમાંથી ક્રોધ પરિણામ પ્રગટયો અને યુદ્ધના પરિણામે ચડી ગયા અને ૭મી નરકના મોહયુકત દળિયા ભેગા કર્યા. કારણ કે તે વખતે મોહના પરિણામના ઉદયના કારણે જ્ઞાન મિથ્યા પરિણામમાં મૂર્ણિત થયું. હેયને ઉપાદેય માને. જેમ દારૂના નશામાં નશો ખરાબ લાગે નહીં તેમ તે વખતે મિથ્યા પણ લાગે જ નહીં. અનંતકાળથી આત્મા શા માટે અથડાયો? આત્માને પોતાનું ભાન થયું નહીં તેથી સાવધાન થયો નહીં, તેથી તે કાળનો કોળિયો બન્યો. આત્મા પરની સાથે અનુકૂળ થઈને રહે તે તેનો પ્રમાદ છે. પ્રમાદ એ ભાવ પ્રાણના મરણરૂપ છે.
દર્શન (આત્માના) બે રીતે થાય સાક્ષાત્ દર્શન અને પરોક્ષ દર્શન. વ્યવહારથી પ્રથમ પરોક્ષ દર્શન કરવાની વાત મૂકી. સાધુ ભગવંત પણ જિનદર્શન કરવા જાય છે પણ પ્રભુનું આલંબન લઈ – નિજ આત્માના દર્શન કરવા માટે. શાસ્ત્ર દ્વારા દર્શન કરે અને અભ્યાસ વડે કેવલજ્ઞાન પ્રગટ કરી કેવલજ્ઞાન વડે સાક્ષાત્ દર્શન કરે.
કોઈ પણ જીવ પ્રત્યે પ્રભુને ભેદ નથી (ભવ્ય કે અભવ્ય), તેથી આપણને પણ સામાયિક પરિણામ પ્રગટ કરવા માટે સમ્યગદર્શન પ્રગટ કર્યા પછી જ સમ્યારિત્ર પરિણામ પ્રગટ થશે. તે માટે સૌ પ્રથમ બધા જ જીવો સિદ્ધ સ્વરૂપે છે તેવા પરોક્ષ
અજીવ તત્ત્વ | 83
Page #101
--------------------------------------------------------------------------
________________
દર્શન કરીએ અને એ પહેલા પોતાનું (સ્વ) આત્મા સત્તાએ સિદ્ધ સ્વરૂપી છે તેવો સ્વીકાર કરવો જોઈએ. જયાં સુધી પોતાના આત્માને સિદ્ધ સ્વરૂપી સ્વીકારતો નથી ત્યાં સુધી ઘોર આશાતના ચાલુ રહે છે. અનંતકાળથી પોતાના સ્વરૂપનું ભાન નથી તેથી એક ભવમાંથી બીજા ભવમાં ભટકવું પડે છે. શરીર માટે જીવોની કલેઆમ કરવી પડે છે. ઘરમાં પંખાની સ્વીચ દબાવો તો કોઈ અરેરાટી થાય છે ખરી? ક્ષણિક શરીરની સાતા ખાતર સ્વ પર આત્માની કેવી પીડામાં નિમિત્ત બનો છો?
દરેક યોગમાં ઉપયોગ મૂકવા રૂપ જ પરમાત્માના દર્શન છે. ઉપયોગ મૂકવાથી જ પર વસ્તુનો બોધ થાય-પોતાને ભાન થાય કે પોતે શું કરે છે. એકેન્દ્રિય સ્થાવર કાય જીવો પણ સિદ્ધ સમાન છે, તે પણ હણવાને યોગ્ય નથી. જીવોને હણવા એટલે પોતાના આત્માને જ હણવો. સ્વાત્માને પ્રમાદવશ કરવા વડે બીજા જીવોને હણીએ તે સ્વાત્માનું જ ભાવમરણ છે. ગરમી સહન નથી થતી એટલે શરીરની સાતા માટે વાયુકાયને હણવા તૈયાર થાઓ છો ને? આત્માનું ભાન નથી માટે. આત્માને ગરમી સ્પર્શતી નથી માત્ર આત્મા ગરમીનું જ્ઞાન કરે છે. ગરમી શરીરને લાગે અને “હું શરીરથી નિરાળો છું” તેથી મારે દુઃખી થવાનું નથી. તેવા ઉપયોગમાં આત્માના દર્શન કરવા એટલે આત્માના ગુણનું સ્મરણ કરવું. તું તો અનંત આત્મવીર્ય સ્વરૂપે પ્રર્વત છે. શરીરની પ્રવૃત્તિ જયારે પણ થાય ત્યારે આત્મવીર્ય પ્રવૃત્તિ કરતું દેખાવું જોઈએ તો તરત પાપની પ્રવૃત્તિ બંધ થઈ જાય. કારણ હું આત્મા છું. હું સિદ્ધસ્વરૂપી આત્મા છું. રાગ-દ્વેષથી રહિત છું અને અવ્યાબાધ-કોઈને પીડા આપવાના સ્વભાવવાળો નથી તો કોઈને પીડા કઈ રીતે અપાય? એવો વિચાર આવવો જોઈએ. • શાન અરૂપી હોવા છતાં અરૂપી ને કેમ ન જોઈ શકે?
મોહ જડ છે. તેથી તે રૂપી છે. મોહ જ્ઞાન સાથે જોડાયેલું છે ત્યાં સુધી શુદ્ધ જ્ઞાનમાં બાધક છે. જેમ ચશ્માના કાચ ધૂળવાળા હોય તો સ્પષ્ટ ન દેખાય તેમ મોયુક્ત જ્ઞાન યથાર્થ ન જોઈ શકે. જ્ઞાન અરૂપી હોવા છતાં અરૂપીને જોઈ શકતું નથી કારણ તેમાં મોહનો ઉદય ભળેલો છે. સંપૂર્ણ મોત નીકળી જાય પછી આત્મા કેવલી બને છે, પછી તે અરૂપી-રૂપી અને પૂર્ણ સ્વરૂપે જોઈ શકે છે. આથી મોહને દૂર કરવા પ્રથમ આત્માએ પોતાના શુદ્ધ સ્વભાવમાં આવવા માટે હું શેયનો જ્ઞાતા છું. હું પ્રથમ મારા આત્માનો જ્ઞાતા છું. મારો આત્મા અરૂપી છે, મારા આત્મપ્રદેશો અરૂપી છે, મારા જ્ઞાનાદિ ગુણ પણ અરૂપી છે એનું ભાન થવું જોઈએ. 84 | નવ તત્ત્વ
Page #102
--------------------------------------------------------------------------
________________
આમ અરૂપી એવો પોતાનો આત્મા સત્તાએ જિન-સિદ્ધ-પરમાત્મા છે અને બધા જીવો પણ સત્તાએ સિદ્ધ સ્વરૂપી છે પ્રમાણે શ્રદ્ધાના પરિણામ ધારી રાખવાથી દર્શન પ્રભાવે મોહ નાશ પામે, જ્યારે ઘાતિ કર્મોનો નાશ થાય. ત્યારે કેવલજ્ઞાન પ્રગટ થાય ત્યારે પ્રત્યક્ષદર્શન થાય. જેને પ્રત્યક્ષ દર્શન થાય છે અને કરી રહ્યા છે તેવા સર્વજ્ઞની દષ્ટિથી એટલે સમ્યગ્દષ્ટિથી આત્માના દર્શન કરવાના છે, તો પરોક્ષદર્શન થશે. પોતાની બુદ્ધિ ગીરવે મૂકી દેવાની અને મારા સર્વજ્ઞ પરમાત્માએ શું કહ્યું છે? તેનું સતત સ્મરણ કરવાનું. મનની અંદર સર્વજ્ઞ પ્રભુ રમતા હોય તો મિથ્યાત્વ ત્યાં ટકી શકે નહીં. ભગવાનની આજ્ઞાનું સ્મરણ મનમાં સદા ચાલતું હોવું જોઈએ. મારા પ્રભુએ કહ્યું છે તત્ત્વનો પરિચય કર. આ વિનાની બધી આરાધના સંપૂર્ણ સફળ નહીં થાય. આરાધના આરાધનારૂપે નહીં બને. તત્ત્વ વિના આરાધનામાં અજ્ઞાન-મોહ રહેવાની સંભાવના છે. મોહ દૂર કરવાનો ઉપાય પણ પ્રભુએ એક જ કહ્યો છે. તેવાવવીધાત્ પથતિ મોહઃા (હૃદયપ્રદિપ ષત્રિશિંકા) તત્ત્વના અવબોધથી જ મોહ દૂર થાય અને જયાં સુધી મોહ દૂર ન થાય ત્યાં સુધી મોહની પ્રેરણા પુદ્ગલને આગળ કરવાની અને જીવને ભૂલવાની જ હોય. અને આથી આપણે આપણા જિનથી દૂર રહીએ છીએ, દેહને આગળ કરીએ છીએ. તેથી વધારે સાવધાન થવાનું છે.
અનંતકાળથી રખડવાનું કારણ શું હતું? પ્રભુનો મારગ મળ્યો પણ પ્રભુની દષ્ટિ પ્રમાણે ન ચાલ્યા. પ્રભુની દષ્ટિને પકડીને આરાધના ન કરી. ખૂબ દોડાદોડી કરી, યાત્રાઓ ખૂબ કરી, તીર્થના પગથિયા ઘણાં ઘસ્યા પણ અંદર ઘસારો પહોચ્યો નહીં. આત્મા પર ધ્રુજારી થાય, અનુકંપા થાય તો પોતાનો પ્રસાદ ખટકે અને એને દૂર કરવાનો ભાવ થતા તે માટેનો યથા શકય પ્રયત્ન કરીએ તો આપણે જિનેશ્વર પરમાત્માની સન્મુખ થયા ગણાય. સર્વજ્ઞને પ્રથમ સાધવાના છે. સર્વજ્ઞ કથિત શાસ્ત્રને સાધવાના છે અને તે ગુરુને આધીન છે અર્થાત્ સર્વજ્ઞની દષ્ટિ મેળવવા સર્વજ્ઞ તત્ત્વનો પરિચય કરવા જ્ઞાતા ગુરુની વિનય વૈયાવચ્ચ વડે ઉપાસના કરવા રૂપ જિનવચન-જિનઆજ્ઞા માનવી અને તેને પાળવી જોઈએ, તે જ સર્વજ્ઞ બનવાનો એક માત્ર ઉપાય છે.
અજીવ તત્વ | 85
Page #103
--------------------------------------------------------------------------
________________
ભેદજ્ઞાનનું મહત્વ
અધ્યાત્મસાર ગ્રંથમાં પૂ. મહો. યશોવિજયજી મહારાજ ફરમાવે છે, મુક્તિનો ઉપાય ધ્યાન છે અને ધ્યાન માટે આત્મજ્ઞાન જરૂરી, માટે આત્મજ્ઞાન માટે મુમુક્ષુ આત્માએ સદા પ્રયત્ન કરવો જોઈએ. આત્મજ્ઞાનનું ફળ ધ્યાન અને ધ્યાનનું ફળ મુક્તિ.
आत्मज्ञानफलं ध्यानमात्मज्ञानं च मुक्तिदम्। માત્માજ્ઞાનાય તન્નિત્યં, યત્ન: વેર્યો મહાત્મના II
અધ્યાત્મ સાર (૧૮.૧) જ્ઞાન જ્ઞાનાદિ ગુણના નિર્મળ પરિણામ રૂપે આત્માએ સહજરૂપે થવું એ જ સમગ્ર આગમનો સાર છે. જ્ઞાનના પરિણામ વડે સ્વાત્મામાં સ્થિર થવાનું છે. જ્ઞાન જેમ જેમ નિર્મળ થતું જાય તેમ તેમ આત્મા સ્વમાં સ્થિર થતો જાય. જો જ્ઞાન અશુદ્ધ થતું જાય તો સ્વમાં અસ્થિરતા વધતી જાય. સ્વના અસ્તિત્વના ઉપયોગ વિના પરના જ્ઞાતા બનવામાં પરમાં માત્ર મોહ પરિણામ હોવાને કારણે પરમાં લેવાતો જાય.
આત્માનું ધ્યાન એટલે આત્માના જ્ઞાતા, આત્મામાં સ્થિરતા અને આત્મામાં રમણતા રૂપે થવું.
અનાદિકાળથી આત્મા પરના સંયોગોવાળો બનેલો છે. જ્યાં સુધી પરનો સંયોગ રહેશે ત્યાં સુધી આત્મામાં સહજ અસ્થિરતા રહેશે. અસ્થિરતા બે પ્રકારની
86 | નવ તત્ત્વ
Page #104
--------------------------------------------------------------------------
________________
(૧) સ્વભાવ અસ્થિરતા અને (૨) સ્વરૂપ અસ્થિરતા. આત્મપ્રદેશો જ્યાં સુધી પુદ્ગલ સાથે જોડાઈને રહે ત્યાં સુધી સ્વરૂપની અસ્થિરતા રહે. આત્મ સ્વભાવ પુદ્ગલના સ્વભાવ પ્રમાણે જ્યાં સુધી પરિણમે ત્યાં સુધી સ્વભાવની અસ્થિરતા રહે. આથી સ્વભાવની સ્થિરતા માટે ભેદજ્ઞાન જરૂરી.
“ભેદજ્ઞાન શિવમાર્ગÈ, જ્ઞાન–ોય ઈહમાંe; ધ્યાન-ધ્યેયકી શુદ્ધતા, ભેદજ્ઞાન બિનુ નાદ" (દ્રવ્યપ્રકાશ)
(પૂદેવચંદ્રવિજયજી મ.સા.) આત્માએ શુદ્ધ થવા ધ્યેય શુદ્ધિ જરૂરી. ધ્યેયની શુદ્ધતા વિના ધ્યાન ઘટે નહીં. ધ્યાતા-ધ્યેય સાથે જ્યારે જોડાય ત્યારે ધ્યાન ઘટે. તે વિના નહીં. ધ્યાતા (આત્મા) અનાદિથી પુગલની સાથે ક્ષીરનીરની જેમ જોડાયેલો છે. આથી ધ્યેયરૂપ (પુદ્ગલ) દેહ સહજ બનેલો છે. આત્માને પોતાના જ્ઞાનમાં શેયરૂપે અરૂપી આત્માને બદલે રૂપી આકારને ધારણ કરનાર દેહાધ્યાસનો ભ્રમ થયો છે. કર્મના સંયોગને કારણે દેહભાવની પ્રતીતિ થવાથી દેહમાં આત્માનો ભ્રમ અનાદિથી જીવને થયેલો છે.
“દેહાત્માદ્યવિવેકોર્ષ, સર્વદા સુલભો ભવે, ભવ કોદ્યાપિ તભેદ, વિવેકસ્વતિ દુર્લભ
(જ્ઞાનસારઃ ૧૫-ર) દેહ એ જ હું આત્મા છું આવો વિવેક આત્માને સહજ સુલભ અનાદિથી છે. ક્રોડો ભવે પણ દેહ આત્માનો ભેદ થવો દુષ્કર છે. આ વાત જ્ઞાનસારમાં વિવેક અષ્ટકમાં પૂ. મહો. યશોવિજય મહારાજ કહે છે.
જ્યાં સુધી આત્માનું ભેદજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્માનું ધ્યાન દુર્લભ છે. અસ્થિર સ્વભાવી પુદ્ગલ સાથે એકમેક થઈને રહેવાને કારણે આત્મામાં ચલાયમાનતા રહેવાની, ત્યાં સુધી કર્મનો બંધ પણ રહેશે. આથી પુગલના યોગથી છૂટા થયા વિના આત્મામાં સ્થિરતા ન આવે. આત્મામાં સ્થિરતાની પ્રાપ્તિ માટે જ કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઉતાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણે વોસિરામિ પ્રતિજ્ઞા કરવામાં આવે છે અર્થાત્ પુદ્ગલ સ્વરૂપ અસ્થિર એવા મન- વચનકાયાના યોગોને હું આત્મામાં સ્થિર થવા વોસિરાવું છું.
અજીવ તત્ત્વ | 87
Page #105
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ ધ્યાનમાં સ્થિર થવા શુભ આલંબન શા માટે?
અશુભ ધ્યાનથી છૂટ્યા વિના યોગ સ્થિરતા આવે નહીં. તેથી પ્રથમ સાવદ્ય જે અસત્ અશુભ યોગોનો ત્યાગ જરૂરી, સત્ કે શુભ યોગોના આલંબન લઈ શુભ ધ્યાનમાં સ્થિર થવાથી શુદ્ધ ધ્યાનને યોગ્ય ભૂમિકાનું સર્જન થાય. પછી તેમાંથી પણ પરિણામથી છૂટી સ્વગુણ પરિણામરૂપે પરિણતિ થઈ જાય.
૪થું ગુણસ્થાનક એ ધ્યાનની બીજભૂત અવસ્થા છે.
૪થા ગુણઠાણે સાધ્યની રુચિના કારણે ૪થું ગુણ ઠાણું એ ધ્યાનની બીજભૂત અવસ્થા કહેવાય. સમક્તિના પરિણામને પામ્યા વિના શુદ્ધ ધ્યેયની રુચિ પ્રગટ ન થાય તેથી પ્રથમ સમ્યક્ત જરૂરી, તે માટે જીવાદિ નવતત્ત્વ - જીવાઈનવ પયત્વે, જો જાણઈ તસ્સ હોઈ સમi - જીવાદિ નવતત્ત્વ - જીવ અને અજીવ તત્ત્વના નિર્ણય વડે સ્વ-પરનો ભેદ પકડાય તો તે ભેદજ્ઞાન જાણકારી રૂપે થયું કહેવાય.
જ્યારે સ્વ-પરનો ભેદ જાણ્યા પછી પરથી સ્વનો ભેદ કરવાની રુચિ પ્રગટે તો સ્વ પર પ્રેમ અને પર પુદ્ગલના સંગ રૂપ દેહાદિ પર ઉદાસીનભાવ આવે અને પરથી છૂટવા માટે સર્વજ્ઞ પરમાત્માએ મોક્ષમાર્ગ રૂપજિનાજ્ઞા પાલનનો ઉપાય બતાવ્યો તે ઉપાદેય રૂપે લાગે, ત્યારે રુચિ થઈ કહેવાય.
જેને કકડીને તીવ્ર સુધા લાગી હોય તે સહજ આહારની શોધ કરે અને આહાર મળે એટલે તે તેને જોતો ન રહે પણ ખાવા બેસી જાય. વર્તમાનમાં મોક્ષની વાતો કહેનારા, સાંભળનારા અને જાણનારા ઘણાં હોય પરંતુ મોક્ષમાર્ગનો જે ઉપાય સર્વજ્ઞ ભગવંતે કહ્યો છે તેને જ સ્વીકારવામાં અને પાળવામાં ગડમથલ ઘણી મોટી છે. પ્રથમ તો તેમાં રુચિ જરૂરી છે. નવતત્વ જ્ઞાનનું ફળ સ્વ પરનો ભેદ. ભેદજ્ઞાનનું ફળ વિરતિ અર્થાત્ પર સંયોગથી પોતાને ભેદ કરવાની રુચિ અને તે પરસંયોગોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ. કદાચ નિકાચિત મોહનીય કર્મના ઉદયે સર્વ સંગોનો ત્યાગ ના થઈ શકે તો પરિણામથી ભેદ કરવો પડે અને તો જ ધ્યાનયોગ ઘટે. આથી પુદ્ગલના પરિણામો અને આત્માના પરિણામો જાણવા જરૂરી. દરેક દ્રવ્યો સાથે આત્માનો શો સંબંધ છે? દરેક દ્રવ્યનો પોતાનો સ્વભાવ શું છે? અને પોતાના આત્માનો સ્વભાવ શું? આ બધા નિર્ણય માટે નવતત્ત્વમાં પરિણામી જીવ મુક્ત... ગાથા છે...
જીવનો સ્વભાવ જ સર્વ શેયને જાણવાનો છે. આથી નવતત્ત્વમાં પણ પ્રથમ ગાથામાં જ નવ તતા હૂંતિ નાચવ્યા દ્વારા જિનાજ્ઞા સર્વને જાણવાની છે. વર્તમાનમાં 88 | નવ તત્ત્વ
Page #106
--------------------------------------------------------------------------
________________
मम पवावेह | मम वेशं समप्पेह ||
તારા ગુણોનો સ્પર્શ મને
આપ મારા સ્વામી ! મને તારા મારગ તણ
' ઓરતા... તારું વિરતિ વરદાન મને
આપ મારા સ0)મ) ! મને સંયમના રંગ તણા
ઓરતા...”
Page #107
--------------------------------------------------------------------------
________________
સર્વને જાણવા માટે સર્વજ્ઞ તત્ત્વનું જ એક માત્ર શરણ છે. “વનિ પત્ત ધર્મ शरणं पवजामि'।
જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય પરિણામી છે. જ્યારે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયદ્રવ્ય એ અપરિણામી છે. દરેક દ્રવ્યસ્વતંત્ર છે અને પોતપોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશી શકતું નથી એક જીવદ્રવ્ય જ એવું છે કે તે પુલના સંગે રહી પુદ્ગલના સ્વભાવ રૂપ તેમાં જ તન્મય બનવા દ્વારા પોતાના અરૂપી સ્વભાવને ભૂલી ગયું છે. બીજા દ્રવ્યો આપણું કાંઈ બગાડતા નથી પણ પુદ્ગલ દ્રવ્ય સાથે રહી જીવ અત્યારે જીવાજીવ સ્વભાવવાળો બની ગયો છે.
આત્માનું સ્વરૂપ કેવું છે?
આત્માનું સ્વરૂપ અવ્યાબાધ અને પીડા રહિત છે. પોતે સ્વયં પીડા પામતો નથી અને બીજાની પીડામાં નિમિત્ત બનતો નથી, પણ જીવદ્રવ્ય જ્યાં સુધી પુદ્ગલ દ્રવ્યથી નિરાળો ન થાય ત્યાં સુધી આ વાત ઘટતી નથી અર્થાત્ જીવ અધિકરણરૂપ થશે. માટે આપણે આપણા અવ્યાબાધ સ્વરૂપનું લક્ષ્યબિંદુ કેળવી પર (પુદ્ગલ) ના સ્વભાવમાંથી ખસી સ્વ સ્વભાવ અને સ્વરૂપને પામવા પુરુષાર્થ કરવાનો છે. જે સ્વ-પરના ભેદ જ્ઞાન વિના શક્ય નથી અને આ ભેદજ્ઞાન માટે અજીવ તત્ત્વનું જ્ઞાન જરૂરી છે. જિનની પણ આજ્ઞા જીવાદિતત્ત્વો જાણવાની છે.
છશ્વસ્થ જીવ માટે જજિનની આજ્ઞાઃ આત્મા સ્વ આત્માના ગુણો સાથે જોડાય ત્યારે મોક્ષયોગ-તે આત્માનું હિત, અને આત્મા જ્યારે પર સાથે જોડાય છે ત્યારે તે સંસારયોગ-તે આત્માનું અહિત.
દરેક દ્રવ્યોને પોતપોતાના ચોક્કસ સ્વભાવ હોય છે. સિદ્ધના તથા કેવલીના આત્મા સિવાયના જીવો પોતાના પૂર્ણ સ્વભાવ પ્રમાણે વર્તતા નથી. જીવ દ્રવ્ય સિવાયના પાંચ દ્રવ્યો પોતાના સ્વભાવમાં વર્તે છે બીજામાં માથું મારતા નથી, માટે છદ્મસ્થ જીવ માટે જ સર્વજ્ઞની આજ્ઞાના પાલનનું વિધાન છે. છમસ્થ જીવ સિવાયના બાકી બધા જ દ્રવ્યો સર્વજ્ઞની આજ્ઞા પ્રમાણે અર્થાત્ પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તે છે. જ્યારે જીવ દ્રવ્ય પોતાના સ્વભાવ પ્રમાણે વર્તતતો થઈ જાય ત્યારે તે જિન આજ્ઞામાં આવ્યો કહેવાય. વર્તમાન જીવ અજીવમય બની ચૂક્યો છે માટે પોતાના સ્વભાવનું ભાન નથી, માટે પરના સ્વરૂપને પોતાનું માનીને એ પ્રમાણે 90 | નવ તત્ત્વ
Page #108
--------------------------------------------------------------------------
________________
વર્તી રહ્યો છે. પરમાત્માની આજ્ઞા છે કે જીવ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તતો થાય. સમગ્ર જિનાજ્ઞાનો સાર પણ એ જ છે. જીવને પોતાને હું જીવ દ્રવ્ય છું અને હું પુદ્ગલ દ્રવ્ય - શરીર રૂપે નથી પણ શરીરમાં પૂરાયેલો શરીરથી નિરાળો આત્મા છું અને જ્ઞાનાદિ મારા ગુણો છે.” આવો નિર્ણય ન થાય ત્યાં સુધી આત્મા પોતાના જ્ઞાન સ્વભાવમાં નથી. જિનાજ્ઞા કે આત્મસ્વભાવ એક જ છે:
જ્ઞાનનું કાર્ય શું? શેયના જ્ઞાતા બનવું તે. જીવ અને અજીવ બન્ને હોય છે. સ્વભાવ ધર્મમાં આવવું એટલે જ જિનેશ્વર પરમાત્માની આજ્ઞામાં આવી જવું, જિનેશ્વર પરમાત્મા કે આજ્ઞા બંને એક જ વસ્તુ છે. જિન તરીકેનો આપણને ઉપયોગ આવવો જોઈએ. જિન છે એટલે જ રાગદ્વેષ મુક્ત આત્મા છે અને પોતાના પૂર્ણ સ્વભાવથી યુક્ત છે. જિનેશ્વર પરમાત્માની આજ્ઞા આપણે ત્યારે જ ઓળખી શકીશું કે જ્યારે પોતાનો આત્મા સત્તાએ જિન તરીકે ઓળખાય, અને પછી એનો સ્વીકાર થાય. સ્વીકાર પછી જિન આજ્ઞાની રુચિ થાય તો જિનાજ્ઞા પાલનની રુચિ થાય. રાગાદિ ભાવોથી યુક્ત આત્માને મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થાય તો, તેને સર્વજ્ઞનના વચન પર અપૂર્વ શ્રદ્ધા થાય. માત્ર નિશ્ચય થઈ જવાથી કાર્ય થવાનું નથી, વ્યવહાર કરવો પડશે. શ્રદ્ધા ન હોય તે સાહસ નહીં કરી શકે. સ્વ સ્વરૂપને સાધનામાં આલંબન રૂપે પકડે તે જ સાધના સાધ્યને સિદ્ધ કરી શકે, નહીંતો મોહનો પરિણામ દેહ ભાવ પર જ જાય. માટે હું શુદ્ધ સ્વરૂપી આત્મા છું દેહ નથી, આ પરિણામ આત્મામાં આવી જાય તો એ દેહને થતાં સુખ દુઃખના પરિણામથી હટી જાય. માટે જ્યાં સુધી સ્વ ને પરનો નિર્ણય નહીં થાય ત્યાં સુધી પ્રતીતિ નહીં થાય, પર દ્રવ્યથી આત્માનું અહિત જ થાય કદી પણ હિત ન થાય એ નિર્ણય ન થાય ત્યાં સુધી ધર્મની શરૂઆત નહીં થાય, માટે જ સાધના કરતાં સત્તાએ હું સિદ્ધ છું, શુદ્ધ છું એ નિર્ણય કરવો જ પડશે. માટે ધ્યાન પૂર્વે ભેદજ્ઞાન થવું જરૂરી. વર્તમાનમાં આપણે બે સ્વરૂપે રહેલા છીએ. જીવ તરીકે છીએ અને અજીવમય બનીને જીવી રહ્યાં છીએ. આ પ્રતીતિ થાય ત્યારે ભેદ જ્ઞાન થયું કહેવાય. હવે મારે જીવ તરીકે જીવન જીવવું હોય તો જડ કાયાને જોય રૂપે - સાક્ષી ભાવે થઈને તેના જ્ઞાતા બનીએ, સમતા સ્વભાવમય બનીએ તો જીવ તરીકે જીવવાની શરૂઆત થઈ કહેવાય. કાયાદિકનો સાખીધર રહ્યો અંતર આતમ સ્વરૂપ સુજ્ઞાની
અજીવ તત્ત્વ 91
Page #109
--------------------------------------------------------------------------
________________
(સુમતિનાથ ભગવાન સ્તવન-પૂ.આનંદઘનજી મ.સા.) કાયાથી જુદો છું. અહીં કાંઈ મેળવવાનું નથી જે છે તે છોડવાનું છે. જો મેળવવાનો ભાવ હજી છૂટતો નથી તો આપણે ધર્મ કરવા માટે કેટલા યોગ્ય છીએ?? તે વિચારવા યોગ્ય છે. આપણો માલ અંદર પડ્યો છે. કર્મને છોડો એટલે આપણો માલ મળવાનો જ છે. કાયામાં રહેલો છું પણ કાયામાં રહેવાનું નથી, જ્યાં સુધી કાયામાંથી સર્વથા છુટોન થાઉં ત્યા સુધી કાયામાં માત્ર સાક્ષીભૂત ઉદાસીન પરિણામે રહે અને તે માટે દેહઆત્માનું ભેદજ્ઞાન જરૂરી, તે ભેદજ્ઞાન માટેની વાત પરિણામી જીવ મુત્ત ગાથામાં મૂકવામાં આવેલી છે. પદ્રવ્યના સ્વભાવની વાત એમાં છે. આત્મા દ્રવ્યને જાણવા એનો નિર્ણય કરવા માટે ૬ એ દ્રવ્યને જાણવા જરૂરી છે. ૬ એ દ્રવ્યોમાં કોણ કેવો છે? જીવ અને પુદ્ગલ પરિણામી છે, બાકી બધા અપરિણામી છે. બે દ્રવ્યોની વાત કરીને અથંપત્તિથી બાકીના દ્રવ્યોની વાત કહી દીધી.
જે ફેરફાર થાય છે તે જીવદ્રવ્યને પુદ્ગલમાં જ થાય છે કારણ તે પરિણામી છે, માટે આત્માના અહિતમાં પુદ્ગલ દ્રવ્ય જ નિમિત્ત બને છે. બાકીના દ્રવ્યો આત્માના અહિતમાં નિમિત્ત બનતા નથી. આ બે દ્રવ્ય સમાન પરિણામ સ્વરૂપવાળા ભેગા થાય પણ સાથે તે બંને વિપરીત સ્વભાવવાળા પણ છે. પુદ્ગલ તો પોતાનામાં જ પરિણામ પામે છે પણ જીવ પોતાના સ્વભાવ પ્રમાણે નહીં વર્તતા, પણ પુલના સ્વભાવ પ્રમાણે વર્તે છે અને એ જ મોટામાં મોટું પાપ છે કે પોતાના સ્વભાવને છોડીને તે પરમાં ગયો એને પાછું આવવું પડે માટે એને પ્રતિક્રમણ કરવાનું છે. કેવલીને પ્રતિક્રમણ કરવાનું નથી કારણ તેઓ સ્વભાવમાં જ સદા રમે છે. આપણને આ વાત સમજાય કે જ્યાં સુધી હું મારા સ્વભાવમાં પૂર્ણ નહીં રમું ત્યાં સુધી મારે પ્રતિક્રમણ ફરજિયાત છે, તો પાપથી પાછા ફરવાનું સરળ થઈ જશે. વિભાવમાં ભ્રમણ છતાં આપણે આપણી જાતને ધર્મી માની બેઠા છીએ, આ મિથ્યાત્વ નીકળી જાય પછી તરવું અત્યંત સહેલું છે.
92 | નવ તત્ત્વ
Page #110
--------------------------------------------------------------------------
________________
મોક્ષ માર્ગની આરાધનામાં શું જરૂરી
પરિણામ, ઉપયોગ, ભાવના અને અધ્યવસાય વચ્ચેની શુક્ષ્મ ભેદરેખાની સમજૂતી આરાધના માટે અત્યંત મહત્વની છે. ૧) પરિણામ: જે સ્વભાવને છોડ્યા વિના જુદી જુદી અવસ્થાને પામે તે પરિણામ
કહેવાય. દ્રવ્ય ન બદલાય અવસ્થામાં રૂપાંતર થાય. જેમકે સોનાની લગડીને પ્રવાહી બનાવી તેને જે ઢાળમાં ઢાળવામાં આવે તે પ્રમાણે બંગડી, વીંટી, હાર વગેરે આકારમાં તે પરિણામ પામે પણ તેમાં સોનુ તો સોનુ (દ્રવ્ય) જ રહ્યું પણ અવસ્થા બદલાઈ, દ્રવ્ય બદલાતું નથી. જેની અવસ્થા ન બદલાય તે અપરિણામી કહેવાય. જીવ નિગોદમાં પણ પરિણામી અને સિદ્ધ અવસ્થામાં પણ પરિણામી છે. અન્ય દર્શનકારો તે વાત સ્વીકારતા નથી. વેદાંત દર્શન આત્માને કુટસ્થનિત્ય એટલે એમાં કોઈ ફેરફાર ન થાય એમ માને છે એમાં ફેરફાર જો ન થાય તો એને કર્મનો બંધ નથી, તો કર્મથી છૂટવાની વાત વગેરે બધું જ ઊડી જાય, સાંખ્ય દર્શન આત્માને નિર્ગુણ માને છે. આત્મામાં જ્ઞાનાદિ ગુણ નથી પણ પ્રકૃતિમાંથી આવે છે. પ્રકૃતિ નાશ પામે એટલે જ્ઞાનાદિ ગુણો નાશ પામે, તો આત્મામાંથી જ્ઞાન ગુણ ઊડી ગયો. આનંદ ઊડી ગયો તો પછી મોક્ષમાં રહ્યું શું? બૌધ્ધ દર્શન આત્માને ક્ષણિક માને છે. સર્વજ્ઞની દષ્ટિ ન હોવાથી માર્ગની પૂર્ણતા ન આવી, માટે અન્ય દર્શનના સાધકો આગળ જતાં
અજીવ તત્ત્વ 93
Page #111
--------------------------------------------------------------------------
________________
અટવાઈ જાય છે. મૂળતત્ત્વને જાણો તો સર્વજ્ઞના વચન પર પ્રિતી થયા વિના ન રહે. માર્ગમાં લેશ માત્ર ખામી નથી. ખામી છે આપણી કે જિનાજ્ઞા ને તત્ત્વ સ્વરૂપે સમજીને સ્વીકાર કરતા નથી. જિનવચન છે પરનો સંયોગ દુઃખરૂપ છે. તેથી સર્વ પર સંયોગના સદા ત્યાગ વિના અનંત સુખમય મોક્ષની પ્રાપ્તિ થવાની નથી. આ મોક્ષ માર્ગની આરાધનામાં ઉપયોગ, ભાવના, પરિણામ,
અધ્યવસાય આ ચાર વાત સમજવી જરૂરી. ૨) ઉપયોગઃ આત્માના પાંચ ગુણ છે – જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય.
જ્ઞાન પરિણામની સાથે વીર્ય પરિણામ ભેગું થાય ત્યારે જ્ઞાન પરિણામ પોતાનું કાર્ય કરતો થાય. શેયને જાણવાનું જે કાર્ય થાય છે તે કઈ શક્તિ કરે છે? તે જ્ઞાન ગુણ કરે છે અને આત્મ વીર્ય એમાં સહાય કરે છે. આત્મ વીર્ય જો સહાય ન કરે તો જ્ઞાન ગુણ પોતાનું કાર્ય ન કરી શકે. જેમ બેટરીમાં સેલ છે પણ એના બટનને દબાવવાથી શક્તિ પ્રવૃત્ત થાય છે તે પ્રકાશ થાય છે તેમ જ્ઞાન પોતાનું કાર્ય જે બોધ રૂપ થાય છે તે ઉપયોગ. પ્રતિમાની તરફ દષ્ટિ છે પણ વિચારથી ઘરમાં પહોંચી ગયા તો ઉપયોગ પ્રતિમા તરફથી ખસીને ઘરમાં ગયો. ક્રિયા કરતી વખતે આપણે પ્રણિધાન કરીએ છીએ, પ્રતિજ્ઞા કરીએ છીએ પણ ફરી ભટકી જઈએ છીએ- પ્રતિજ્ઞાનો ભંગ કરીએ છીએ. ચૈત્યવંદન કરતાં જે સૂત્ર છે તેમાં ઉપયોગ રહેવો જોઈએ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું? ચૈત્યવંદન કરવાનું પ્રણિધાન - પ્રતિજ્ઞા કરી. ગુરુ કહે “કરેહ ‘ઈચ્છે' કહીને આપણે સ્વીકાર્યું, આમ છતાં સૂત્ર બોલતા ગયા ને ઉપયોગ સૂત્રમાં અને સૂત્રના અર્થમાં રહેવાના બદલે બીજે ચાલ્યો ગયો તો તેનું ફળ કાંઈ પણ ન મળે. ઉપયોગના ૪ પ્રકાર: અશુભ અને શુભ, અશુદ્ધ અને શુદ્ધ. (અ) અશુભ : જ્ઞાનમાં જેટલા અંશે મિથ્યાત્વ અપ્રશસ્ત કષાય, અશુભ લેગ્યા
ભળે તેટલા અંશે ઉપયોગ અશુભ બને છે. (બ) શુભ મિથ્યાત્વની હાજરી છે પણ પ્રવૃત્તિ પરોપકારાદિની છે તો તે વ્યવહાર
ઉપયોગ શુભ બને છે પણ આશય મોક્ષનો ન હોય અર્થાત્ સંસાર સુખ
પ્રાપ્તિનો હોય તો નિશ્ચયથી ઉપયોગ અશુદ્ધ છે. 9) અશુદ્ધઃ મિથ્યાત્વની હાજરીમાં તીવ્ર અપ્રશસ્ત કષાય અને તીવ્ર અશુભ 94 | નવ તત્ત્વ
Page #112
--------------------------------------------------------------------------
________________
લેશ્યા ભળે તો ઉપયોગ અશુદ્ધ બને. જે રૌદ્ર ધ્યાન રૂપ બને (ડ) શુદ્ધ : મિથ્યાત્વનો પરિણામ જ્યારે જ્ઞાનમાંથી જેટલાઅંશે નીકળી જાય
તેટલો અને મિથ્યાત્વ ઉપયોગ શુદ્ધ બને છે. કષાયની પણ મંદતા થાય અર્થાત્ અનંતાનુબંધી કષાય ન હોય તો સમ્યગ્રદર્શનના પરિણામથી જ્ઞાન શુદ્ધ થાય. સમ્યગદર્શન શુદ્ધજ્ઞાન વિરકત્વમેવ ચાનોતિ
(તત્ત્વાર્થસૂત્રકારિકા) સાધ્યની સિદ્ધિ માટે જ્યારે આત્મા સાધના કરે ત્યારે સૂત્ર અર્થ અને તત્ત્વ અને અંતિમ ‘તત્ત્વની વાત સાધ્ય તરીકે મૂકી છે. બાકી બધું સાધન છે. સૂત્ર-અર્થ એ સાધન, ‘તત્ત્વ' એ સાધ્ય છે. માત્ર સૂત્ર, તેના અર્થનો ઉપયોગ ખરો, પણ તેની સાથે તત્ત્વનું પરિણમન નહીં તો તે સાધના નહીં. સાધના નહીં તો સાધ્યની સિદ્ધિ નહીં. સાધ્યની સિદ્ધિ માટે “સૂત્ર-અર્થ-તત્ત્વ કરી સદ્દઉં તેમ કહ્યું. જો તત્ત્વનો ઉપયોગ ન આવે તો માત્ર સૂત્ર અર્થની સાધનાથી સાધ્યની સિદ્ધિ ન થાય. ઉપયોગ એ જ્ઞાનનો પરિણામ છે. આત્માના જ્ઞાનગુણનું કાર્ય - ઉપયોગ તરીકે શેયના યથાર્થ જ્ઞાતા બનવારૂપ શુદ્ધ ઉપયોગ, તે આત્માની જાગૃતિ. જાગૃતિ કયારે? જ્યારે આત્મા પોતાના શેયના જ્ઞાતા બનવાના સ્વભાવ મુજબ થવાનો પુરુષાર્થ કરે ત્યારે જાગૃતિ આવે. મનમાં સૂત્ર અર્થને ધારણ કરનારાને જ્ઞાનનો ઉપયોગ હોય. ઉપયોગ શુદ્ધિ એટલે જ્ઞાન પરિણામમાંથી મિથ્યાત્વરૂપી કચરો નીકળી જવો.
જ્ઞાન સ્વભાવરૂપ કયારે બને?
શુદ્ધ જ્ઞાન સ્વ-પર પ્રકાશક, જ્ઞાનનો પરિણામ જે ઉપયોગરૂપે છે તે સ્વાત્માને શેય રૂપે જાણતો હોય અને પોતાને સત્તાગત જ્ઞાનાદિ ગુણની પૂર્ણતાની રુચિ આવે તો જ ઉપયોગ શુદ્ધ ગણાય. જ્યારે પણ જ્ઞાનનો ઉપયોગ હોય ત્યારે આ ઉપયોગ કરનાર (જાણનાર) મારો આત્મા છે તેનું સ્મરણ જોઈએ. પ્રાયઃ તેનો જ વાંધો હોય છે. “હું કાનથી સાંભળું છું, મુખથી બોલું છું, આંખથી જોઉં છું.” આમ ઈન્દ્રિયોનો ઉપયોગ હોય પણ મારો આત્મા કાન વડે સાંભળે છે, મુખ વડે બોલે છે કે આંખ વડે જુએ છે, તે ઉપયોગ હોતો નથી. આત્મા રાગાદિ ભાવને આધીન બને છે અને તેનું મૂળ મિથ્યાત્વમોહને વશ આત્મા થયો હોવાના કારણે તે પોતાના સ્વના ઉપયોગમાં રહેનારૂં નથી. જો આત્મા પોતાના ઉપયોગમાં આવી જાય તો તેને ઉપયોગ હોય કે
અજીવ તત્વ | 95
Page #113
--------------------------------------------------------------------------
________________
“હું જીવ દ્રવ્ય છું, રાગાદિ ભાવ મારાથી ભિન્ન છે, હું વીતરાગ છું તેથી મારાથી રાગાદિ ભાવ ન કરાય, તો આત્મા પોતાના સ્વભાવમાં સહજ આવી જાય.
અનાદિકાળથી આત્માની અંદર સંસારયોગ બની ચૂક્યો છે તેમાંથી છૂટી મોક્ષયોગ રૂપ બનવાનું છે. આત્માએ પોતાની મૂળભૂત અવસ્થા પ્રાપ્ત કરવાની છે. તેના માટે જ્ઞાની ભગવંતોએ મોક્ષ માર્ગ બતાવ્યો છે. જ્યારે આત્મા સ્વભાવ પ્રમાણે વર્તે ત્યારે આત્માનું હિત થાય. દરેક દ્રવ્યમાં સ્વરૂપને સ્વભાવ પણ હોય જ. આત્મામાં પણ આ બે વસ્તુ છે. સ્વભાવ પ્રમાણે થવાનું છે. સ્વભાવનું કાર્ય સ્વરૂપને પકડવાનું છે, દરેક સંયોગમાં ને દરેક વ્યવહારમાં આત્માને સ્વભાવ અને સ્વરૂપનું ભાન આવે તો જ આત્મા પોતાનું હિત કરી શકે. વ્યવહારમાં સ્વ પર તત્ત્વનો નિર્ણય નથી એટલે આત્મા નવા સંસારનું સર્જન કરે છે. એક સામાયિક કરો તો દેવલોકનું સુખ ભોગવવા ૯૨ ક્રોડ પલ્યોપમથી અધિક પુણ્ય બંધાય એ જાતની દેશનાની પદ્ધતિ વર્તમાનમાં ચાલુ છે, માટે નિશ્ચયનું લક્ષ જ આવતું નથી. વ્યવહાર કરીને પણ છોડવાનું લક્ષ ન હોય તો તે સંસારનું જ સર્જન કરશે. નિશ્ચયને પામવાનો છે. નિશ્ચયના લક્ષ વિનાના માત્ર વ્યવહારથી પુણ્યની પ્રાપ્તિ, પણ મોક્ષ તો કર્મના ક્ષયથી જ થાય. કર્મે આપેલું છોડી દેવાનું છે પરંતુ એના બદલે પુણ્યના ઉદયથી આપણને તો બધું જોઈએ છે તો મોક્ષ ક્યાંથી મળે? આથી જ જ્ઞાની ભગવંતોએ ઉચિત વ્યવહારની વાત મૂકી. વ્યવહાર કરવાનો છે તો કેટલો કરવાનો? જેના વિના સમાધિન જળવાય એટલોજ વ્યવહાર ઔચિત્યરૂપકરવાનો, કર્મના ઉદયરૂપ સંસાર છોડવાનો છે એ નિર્ણય થાય તો પરમાત્માનો માર્ગ જરાય કઠિન નથી. પણ આપણે સંસાર છોડવો નથી પણ સારો બનાવવો છે. આથી તસ્વરૂપ ધર્મ કઠિન છે.
જીવ અને પુદ્ગલબેજદ્રવ્ય પરિણામ છે. બાકી ધર્માસ્તિકાય, અર્ધમાસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્રવ્યો અપરિણામી છે. જૈન દર્શન દ્રવ્યને શાશ્વત, સનાતન માને છે. અન્ય દર્શનકારો દ્રવ્યને પણ ઉત્પન્ન થાય એમ માને છે. ઉત્પન્ન થાય તે દ્રવ્ય જ ન કહેવાય. દ્રવ્ય તો શાશ્વત હોય. ઉત્પતિ પર્યાયની થાય અને જે ઉત્પન્ન થાય તેનો નાશ પણ થાય. ઈન્દ્રભૂતિને વીર પરમાત્મા સર્વજ્ઞ છે એવો સ્વીકાર થતાં તેઓ સર્વજ્ઞ બનવા માટે સમર્પિત થઈ ગયા. દીક્ષા લીધા પછી પ્રશ્નો પૂછ્યા. ૧૫૦૦ તાપસોને માત્ર મોક્ષ જ જોઈતો હતો, માટે ગૌતમ સ્વામી મોક્ષગામી છે એ જાણીને એમનું શરણું સ્વીકાર્યું અને સર્વજ્ઞ બની ગયા. ગૌતમ સ્વામીને સર્વજ્ઞ કહેવડાવું ન 96 | નવ તત્ત્વ
Page #114
--------------------------------------------------------------------------
________________
હતું, પણ બનવું હતું. પરમાત્માએ ઉપ્પનેઈન કહેતા ઉપૂનેઈવા કહ્યું માટે સમજાય કે હજી અધૂરું છે માટે ફરી પ્રશ્ન પૂછ્યો. વિગમેઈવા હજી અધૂરું લાગ્યું એટલે ફરી પ્રશ્ન પૂછયો ને જવાબમાં પરમાત્માએ ધુવેઈવા કહ્યું. અહીં “ધ્રુવ’ શબ્દ આવ્યો એટલે એમને પૂર્ણ સમાધાન થઈ ગયું કે દ્રવ્ય શાશ્વત છે, સનાતન છે. ‘વા’ શબ્દ તો ઉત્પન્ન ને વિનાશ સાથે સંબંધ ધરાવે છે. દ્રવ્ય શાશ્વત છે અને પર્યાયો ઉત્પન્ન થાય છે ને વિનાશ પામે છે. દ્રવ્ય અનુત્પન્ન હોય તે શાશ્વત હોય. અનાદિકાળથી જે છે અને તે અનંતકાળ રહેવાનું છે, તેનું નામ દ્રવ્ય, ને તેમાં સ્વભાવ ને સ્વરૂપ એ બે હોય. માટે આપણું જીવ દ્રવ્ય કેવું છે? અનાદિથી છું ને અનંતકાળ રહેવાનું છે, માટે ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આ મનુષ્યભવ કિંમતી લાગવો જ જોઈએ ને તેના એક-એક સમયને સાધી લેવાનો છે, એવા અનુબંધ અહીં પાડી શકાય છે કે જેથી અનંત ભવિષ્ય સુધરી જાય. આત્માના સ્વભાવની શરૂઆત ઉપયોગથી થાય છે. નિગોદના આત્મામાં પણ ઉપયોગ હોય અને સિદ્ધમાં પણ ઉપયોગ હોય, નહીં તો જીવ જડ કહેવાય. જીવમાં કદી પણ ઉપયોગનો અભાવ ન હોય. ચેતનાનો વ્યાપાર તે જ ઉપયોગ. ચેતના કહો કે જ્ઞાન-દર્શન કહો તે ઉપયોગ. આત્મા જ્યારે દ્રવ્યની સામાન્ય અવસ્થાનો બોધ કરે ત્યારે દર્શનનો ઉપયોગ અને જ્યારે વિશેષ સ્વભાવ રુપે ઉપયોગમાં હોય ત્યારે જ્ઞાનોપયોગ કહેવાય. શુદ્ધ ઉપયોગરુપે હોય ત્યારે નિર્જરા થાય, યોગે બંધ, ઉપયોગે નિર્જરા આ પરમ સૂત્ર છે.
પરમાત્માના દર્શન કરતી વખતે શુદ્ધોપયોગ કયારે?
પરમાત્માની અંગ રચના ખૂબ જ સુંદર હોય તો આપણો ઉપયોગ હીરાજડિત અંગરચનામાં હોય ત્યારે ઉપયોગ શુભ બન્યો એટલે લાભ થાય. અશુભમાંથી છૂટીને શુભમાં આવવાનો લાભ થાય, પણ તેને ધર્મ માની ન લેવાય. શુભક્રિયાથી પુણ્ય બંધાય. દર્શન એ ધર્મની જ ક્રિયા છે. આંખ દ્વારા પરમાત્માના દર્શન કર્યો તે વ્યવહાર કર્યો. ઘેરથી નીકળીએ ત્યારે દર્શન કરવા જાઉ છું પણ પ્રતિમાના દર્શન કરતી વખતે ઉપયોગ હોય કે આચાર્ય ભગવંતે પ્રાણ પ્રતિષ્ઠા કરીને ગુણોરૂપી પ્રાણથી પરમાત્માને પ્રતિષ્ઠિત કર્યા છે અને તેથી તે પ્રમાણે પ્રતિમામાં પરમાત્માના જ્ઞાનાદિ ગુણોના દર્શન કરવાનો ઉપયોગ લાવવાનો છે અને આવો ઉપયોગ આવે ત્યારે તે શુદ્ધ ઉપયોગ કહેવાય.
અજીવ તત્વ | 97
Page #115
--------------------------------------------------------------------------
________________
જિનદર્શન ક્યારે કળે?
પ્રભુના દર્શન વગર નવકારશી ન થાય માત્ર નવકારશીનું લક્ષ હોય તો દર્શન ફળે નહીં. જિનના દર્શન કરવા જતી વખતે ઉપયોગ શુદ્ધ ક્યારે કહેવાય? પોતાના
સ્વરૂપને અને સ્વભાવને જેમણે પૂર્ણ પ્રગટ કર્યું છે તેવા વીતરાગ પરમાત્માના દર્શન કરવા જાઉં ને મારા મોહના પડલ હટી જાય, રાગ-દ્વેષ નિર્મુળ થઈ જાય અને મારી વીતરાગતા પ્રગટ થાય અને મને સર્વજ્ઞાપણું પ્રાપ્ત થાય એવી રુચિ થાય. આવું પ્રણિધાન ઘરેથી નીકળતી વખતે હોય તો દર્શન કરતા પ્રભુના ગુણ દર્શન થશે અર્થાત્ જિન દર્શનથી નિજ દર્શન થશે તો તે ઉપયોગ શુદ્ધ કહેવાય.
તત્વ પરિચયની વાત પરમાત્માએ શા માટે પ્રથમ કહી છે?
તત્ત્વના પરિચય વિના જો તું મારા દર્શન કરવા આવીશ તો તું પામવાને બદલે ડૂબીશ કારણ અનાદિનો આપણો સ્વભાવ બહારનું મેળવવાનો બની ગયો છે માટે પ્રથમ તું તત્ત્વજ્ઞાની ગુરુને પકડ, ત્યાં તત્ત્વથીતને અને મને સમજ અને પછી તું મારી પાસે આવીશ તો તારું કલ્યાણ નિશ્ચિત. શ્રાવક દેવ-ગુરુ ને જિનવાણીના વ્યવહારના નિયમવાળો જ હોય પણ હમણા તમને માત્ર પ્રભુ પૂજાથી જ સંતોષ છે. અાભ ઉપયોગમાંથી હટીને શુભમાં આવવા માટે પરમાત્માએ માત્ર તમામ વ્યવહાર આલંબનો મુક્યા નથી પરંતુ શુભમાંથી પણ છુટી અને શુદ્ધમાં જવા માટે જણાવેલ છે. ૩) ભાવનાઃ ભાવ એ કષાયજન્ય પરિણામ છે આથી શુભ અને અશુભ મુખ્ય
કારણ, મિથ્યાત્વની હાજરીમાં આત્મામાં પર મેળવવાનો ગ્રહણ કરવાનો ભાવ રહે. સમ્યકત્વની હાજરીમાં પોતાના દોષોને છોડવાનો ને ગણોને પ્રગટ કરવાનો ભાવ આવે. જેને ગુણ મેળવવા છે તેને પહેલા દોષ હેય રૂપ લાગવા જોઈએ ને એ દોષોને વહેલી તકે દૂર કરવાનો ભાવ પ્રગટ કરવા માટે જ પરમાત્માની પ્રથમ આજ્ઞા મિથ્યાત્વનો પરિહાર કરવાની અને પછી સમ્યક્તને ધારણ કરવાની છે. સમકિત આવે એટલે સ્વસ્વભાવની રુચિ થાય, ચારિત્રનો પરિણામ આવે ત્યારે સ્વભાવને અનુભવવાની વાત આવે, મિથ્યાત્વની હાજરી સ્વભાવથી ઉભુખ લઈ જશે અને સમ્યકત્વની હાજરી સ્વભાવની સન્મુખ લઈ જશે. વ્યવહારથી કયારે જલદીથી સામાયિક લઉં, પૌષધ લઉંને સર્વવિરતી લઊ ને નિશ્ચયથી એવા ભાવ આવે કે “કયારે હું સમતામાં રહું?” એ વખતે કોઈ મને ગાળો આપે, ખોટું કલંક મૂકે તો પણ મારી સમતા ન જાય
98| નવ તત્ત્વ
Page #116
--------------------------------------------------------------------------
________________
અર્થાત્ તેના પ્રત્યે દુર્ભાવ અપ્રીતિ ન થાય. આત્મામોક્ષમાર્ગમાં ક્યારે આવે? જયારે વ્યવહારથી સામાયિક લે. પરિણામમાં અર્થાત્ સુખ-દુઃખ કે અનુકૂળતા કે પ્રતિકૂળતાના વિકલ્પમાં ન હોય તો નિશ્ચયથી સમતાના પરિણામમાં-મોક્ષ માર્ગમાં આવ્યો કહેવાશે. આત્માને સતત ઉપયોગ રહેવો જોઈએ કે હું કયા ભાવમાં છું. સતત આત્મ નિરીક્ષણ કરવું જોઈએ. • આત્માના હિતરૂપ મોક્ષયગ અને અહિતરૂપ સંસારર્યાગઃ
યોગ બે પ્રકારના છે. આત્મા પર સાથે જે અનાદિકાળથી જોડાયેલો છે એનાથી જેટલા અંશે છૂટો થાય તેટલા અંશે મોક્ષયોગ બને છે અને પર સાથે જે જોડાયેલો તે જ સંસાર યોગ છે. જ્યારે આત્મા સ્વભાવ સ્થિરતા રૂપ સ્વ ધ્યાનમાં આવે ત્યારે તેનું હિત થાય, તે વખતે તેને સ્વરૂપનું ભાન હોય અને સ્વભાવનું ભાન હોય. પોતાના સ્વભાવ પ્રમાણે વર્તવું તે જ હિત છે અને સ્વભાવ પ્રમાણે ન વર્તવું તે આત્માનું અહિત છે, તે જ આશ્રવ. આશ્રવ એટલે આત્મામાં કર્મનું વહેવું તે આશ્રવ. પર સાથે આત્મા જોડાયો, કર્મો આત્મામાં આવ્યા તેથી પર વસ્તુનું ગ્રહણ થયું. આ નિર્ણય કરીને આત્મા જ્ઞાનાદિ ગુણ સ્વભાવમાં જેટલા અંશે સ્થિર બને તેટલા અંશે આત્માનું હિત થાય.
આત્મજ્ઞાનની પ્રાપ્તિ અત્યંત જરૂરી અને તે માટે નવતત્ત્વ જાણવા તે જિન આજ્ઞા. ૧૪મી ગાથા પરિણામી જીવ મુત્ત દ્વારા છેએ દ્રવ્યને જાણવાની વાત છે. ૬ એ દ્રવ્યોને જાણવું એ આત્માનો સ્વભાવ છે. સર્વ શેયના જ્ઞાતા બનવું અર્થાત્ સર્વજ્ઞ થવા રૂપે સ્વભાવની પૂર્ણતા કરવાની છે અને સર્વકાએ જે પ્રમાણે જણાવ્યું તે જ રીતે આપણે પણ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. સર્વા બનવાનો માર્ગ પણ એ જ છે. સર્વજ્ઞ પ્રમાણે જાણી આત્માને તે પ્રમાણે જણાવવું પણ આપણે કાંઈક જાણીને તે આત્માને જણાવવાને બદલે જગતને જણાવીએ છીએ અને એમાં હું કંઈક જાણું છું એમ માન કષાયને પોષીને સુખાભાસ કેળવીએ છીએ. ઔદયિક ભાવથી પણ આત્મા પરના સંયોગમાં ભ્રમમાં સુખી બની શકે પરંતુ ઉદયભાવનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ કરીને વાસ્તવિક રીતે આત્મામાં સુખી બની શકાય છે. ઔદાયિકભાવ આત્મા અનાદિકાળથી સેવતો આવ્યો છે માટે તે પ્રવૃત્તિ કરવી આત્મા માટે સહજ છે માટે પર પ્રવૃત્તિ કરતા જીવને જરાય વાર લાગતી નથી. સંસારમાં તો જીવો એના માટે જ જીવી રહ્યા છે પણ ધર્મના ક્ષેત્રમાં પણ આ પ્રવૃત્તિ ચાલે છે. પરમાં
અજીવ તત્ત્વ 99
Page #117
--------------------------------------------------------------------------
________________
માન કષાય પોષાય છે. જ્યારે સ્વમાં મિથ્યાત્વ અને માન બન્ને ઘટે ત્યારે જ આત્મા સુખને પામે છે. અંદરની ગુણ સમૃદ્ધિ ત્યારે જ થાય જયારે માન ને મિથ્યાત્વની વિદાય થાય. સર્વજ્ઞતાની રુચિ પ્રગટે તો આત્માને જાણવાની જણાવવાની ભૂખ જાગે, નહીં તો જગતને જણાવીને પોતાને જાણકાર માનીને માન કષાયનું સુખ પોષાય છે. પાટ ઉપરથી જોરદાર પ્રવચન ચાલે, દિવસે દિવસે સભા વધતી જાય ને એનો જ માત્ર જો આનંદ થયો તો ભયંકર નુકશાન, કારણ આ બધી બહારની ધમાલ છે. અંદરમાં તો પદાર્થો ખૂલે, ક્ષયોપશમ થતો જાય ને કર્મોની નિર્જરા થાય તેવી અનુભૂતિ થાય તો પરમ સંતોષ અનુભવાય છે તો તેનો આનંદ ચોક્કસ હોય.
જયારે પણ આત્મા જે પણ સંયોગમાં રહેલો હોય ત્યાં તે એક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો ઉપયોગ કરે. આ વ્યકિત સ્ત્રી કે પુરુષ? કયું ક્ષેત્ર? ગામ કે નગર? કાળથી રાત્રિ કે દિવસ? ભાવથી તેનો સ્વભાવ કેવો? વગેરે. આ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સ્વરૂપની તે સભાન હોય તો તે માત્ર શેયનો જ્ઞાતા બને છે અને એમાં ડૂબે નહીં તો પોતે સમાધિમાં રહી શકશે. અનુભવી એવા ગુરુ ભગવંતો પાસે જઈને દિશા પકડશે, વર્તમાનમાં જો કે એવા ગીતાર્થ ગુરુઓનો દુષ્કાળ જરૂર છે પણ અભાવ તો નથી જ. માર્ગ મળી જ જાય. તવથી વિચારણા કરતા આત્માને જણાવવાનું છે અને તત્વથી જ્યાં વિચારણા આવી ત્યાં મોહને બ્રેક લાગી જાય. નમુત્થરં સૂત્રમાં સરણયાણ શબ્દ મૂક્યો છે. પરમાત્માનું શરણ સ્વીકારીએ તો સમાધિ તરત મળી જાય. અરિહંતનું શરણ સ્વીકારવું એટલે જ સર્વજ્ઞ તત્વનો સ્વીકાર અને એમાં જબરદસ્ત તાકાત પડેલી છે.
ચારિત્ર કયારે આવે?
ઉપયોગ શુદ્ધ થયો એટલે સ્વ સન્મુખ ભાવ પ્રગટ થશે ને ભાવ એ સ્વભાવ રૂપ ચારિત્રની રુચિકરાવશે. વસ્તુ જયારે ઉપાદેય લાગે ત્યારે ગ્રહણ કરવાનો ભાવ થાય. ચારિત્ર એ ઉપાદેય લાગે તો ગ્રહણ કરવાનો ભાવ થશે અને આત્મવીર્ય તે દિશામાં કાર્ય કરતું થાય અને પોતાની તમામ શકિત એમાં લગાવશે. જેમ ધન ઉપાદેય લાગે તો બધી શકિત ધન મેળવવા લગાવે છે તેમ ચારિત્ર ઉપાદેય લાગ્યું તો તે મેળવવા પ્રયત્નો કરશે. આમ છતાં ન મળી શકે તો બે જ કારણ. કોઈ નિકાચિત ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી શરીર સંયોગની પ્રતિકૂળતા કે પ્રમાદને કારણે ઉલ્લાસન ફોરવી શકે. જેને ચારિત્ર ઉપાદેય લાગશે તેને ચારિત્ર મોહનીયની સાથે વીર્યાન્તરનો
100 | નવ તત્ત્વ
Page #118
--------------------------------------------------------------------------
________________
લયોપશમ થશે તો એક સમય પણ બગાડશે નહીં ને શરીર સામું જોશે પણ નહીં. આપણને લાગે કે કેટલું કષ્ટ કરે છે પણ ખરેખર તે મહાઆનંદને માણતો હોય.
ઉપયોગનું કાર્ય માત્ર શેયનું-વસ્તુને જાણવાનું, સમકિતની હાજરીમાં ઉપયોગ શુદ્ધ. કારણ વસ્તુ આત્માને હેય કે ઉપાદેય તે રૂપે જણાવે, મિથ્યાત્વની હાજરીમાં શરીરને હેય કે ઉપાદેય રૂપે જણાવે. જ્ઞાનનો પરિણામ ઉપયોગ રૂપે થાય. અંધારા ઓરડામાં દીવાનો પ્રકાશ ઓરડામાં પડેલા પત્થર અને હીરા બન્ને બતાડે. મિથ્યાત્વની હાજરીમાં હીરા ઉપાદેય રૂપ, પત્થરો હેય રૂપ બતાવે, સમકિતની હાજરીમાં બન્ને પત્થરા રૂપ – સ્થાવર કાયના (કલેવર) રૂપ-હેય બતાવે. આથી સમકિત અને મિથ્યાત્વની હાજરીમાં શેયનું જ્ઞાન વ્યવહારે પત્થરને હીરરૂપ, પણ તત્ત્વથી ભિન્ન. હેયોપાદેયને વિપર્યાસવાળું, ભેદ પડે તેમ ભાવમાં પણ ભેદ પડે.
સમકિતની હાજરીમાં વસ્તુમાં થયેલા નિર્ણયથી આત્મહિત સંબંધી હેયોપાદેયનો ભાવ થાય. વિષયો-વિષ જેવા લાગ્યા તો વિષયોને છોડવાનો ભાવ – ઈન્દ્રિયોના વિષયોને હું કયારે છોડીશ? આ આત્મહિત રૂપ ચિંતા થાય. (૧) દુઃખ ગર્ભિત - નરકાદિ દુઃખથી ભય પામીને પાપ પ્રવૃત્તિ છોડવાનો જે ભાવ તે દુઃખ ગર્ભિત વૈરાગ્ય. (૨) જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પોદ્ગલિક સુખ આત્મા માટે દુઃખ રૂપ (પીડા રૂ૫) અને (વીતરાગ સુખ) પુદ્ગલના અભાવ રૂપ સહજાનંદ એ આત્માનું સુખ છે તેમ માની પોદ્ગલિક સુખને છોડવાનો અને આત્મિક સુખને ભોગવવાના ભાવરૂપ વૈરાગ્ય જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય કહેવાય.
ભાવ પ્રમાણે આત્મવીર્યનું પરિણમવું તે આચાર.
ભાવ પ્રમાણે પરિણમવું અર્થાત્ આચાર રૂપે પ્રવર્તવું તે. આત્માએ જે વસ્તુનો હેય રૂપે જે નિર્ણય કર્યો તેને છોડવાની રુચિ રૂપ ભાવ થાય. કોઈને તમાકુ, સીગરેટાદિના વ્યસન છે તેના કારણે તપાદિ આરાધના કરી શકતો નથી. જિન વાણી વડે આત્મહિત સમજાણું, વ્યસનમાંથી જલદી છૂટવાનો વારંવાર ભાવ થાય છે પણ છોડી શકતો નથી. દારૂના વ્યસનીને દીક્ષાના પ્રસંગ જોઈ ઉલ્લાસ જાગે કે હું દારૂ કેમ ન છોડું? અત્યંત વીર્યોલ્લાસપૂર્વક કાયમી દારૂનું વ્યસન પ્રતિજ્ઞા ગ્રહણપૂર્વક છોડી દે તો પરિણામ પ્રગટ્યો કહેવાય. રુચિ પરિણામને જગાડે. રુચિ અનુયાયી વીર્ય - રુચિ પ્રમાણે જીવન પ્રવર્તે ત્યાં સુધી તેને પશ્ચાતાપ પરિણામ પ્રગટે, તેનાથી તેના અંતરાય કર્મનાશ - વીર્ય શકિત વિકસિત થાય તેથી તે છોડવા સમર્થ થાય.
અજીવ તત્વ | 101
Page #119
--------------------------------------------------------------------------
________________
૪) અધ્યવસાય : જ્ઞાનના પરિણામમાં મોહ ને લેગ્યા ભળે તેને અધ્યવસાય
કહેવાય. લશ્યાનું કાર્ય કષાયમાં વૃદ્ધિ કરવાનું છે, જુદી જુદી લાગણીઓ પેદા કરવાનું. પ્રશસ્ત મોહ અને શુભ લેશ્યા ભળે તો શુભ અધ્યવસાય અને અશુભ હોય તો અશુભ અધ્યવસાય. શુદ્ધોપયોગથી આત્માનું હિતઃ
આત્મા અનાદિકાળથી પર સાથે જોડાયેલો છે એટલે એ સ્વ સાથે જોડાઈ શકતો નથી તે પોતાના સ્વભાવ પ્રમાણે વર્તી શકતો નથી એનું સતત અહિત ચાલુ જ છે. પરની સાથે અભેદ ભાવે અનાદિકાળથી રહેલો છે તે જ્ઞાન પરિણામમાં ન આવે અને પોતે એનાથી ભિન્ન છે એવું ભાન ન આવે ત્યાં સુધી એનું હિત થઈ શકવાનું નથી અને જીવમાં ઉપયોગ છે તેનાથી જ આરાધનાની શરૂઆત થવાની છે બાકીના પાંચ દ્રવ્યોમાં ઉપયોગ નથી. આત્મા કદી પણ ઉપયોગ વિનાનો ન હોય. ઉપયોગ વિના આત્મા જડ બની જાય. ઉપયોગની શુદ્ધિ થાય ને શુદ્ધ ઉપયોગમાં હોય તો જ આત્મા નિર્જરા કરી શકે અને એ જ આત્માનું હિત છે અર્થાત્ પરથી છૂટા પડવું તે જ આત્માનું હિત છે. તેમજ સ્વ સાથે જોડાવું તે પણ આત્મહિત છે.
જ્ઞાનના શુદ્ધોપયોગ પૂર્વક સ્વ સ્વભાવ પ્રમાણે વર્તવું જોઈએ તેમ નથી થઈ શકતું કારણ કર્મનું આવરણ છે, એના કારણે કષાયો થાય છે. તપ કરીને દારિક કાયાને સુકાવી નાખે, પણ કર્મોને હટાવવાનું લક્ષ નથી તો નિર્જર નહીં થાય. કર્મોને હટાવવા કયો પ્રયાસ આત્મા કરે તો કર્મો હટે? મોહના પરિણામને નિષ્ફળ કરવાના છે. કાયાથી છૂટા પડવાનું મન ન થાય, કાયાનો રાગ ન જાય. જલદી આ કાયામાંથી છૂટી જાઉં એ ભાવ ન આવે તો ચોવિહારા માસખમણ પણ નિર્જરા નહીં કરાવી શકે. ભાવિમાં પણ શરીર મળે એવું કર્મ બંધાશે ને શરીર સારું મળશે તો શરીરસુખ ભોગવીને કર્મો જ બાંધશે. જેને આરાધનાનો જ ખપ છે એ શરીર સારું ન હોય તો પણ આરાધના કરી શકશે, માટે મારે મારા વીતરાગ સ્વભાવમાં જ રહેવું જોઈએ કાયમ માટે અને એ જીવ દ્રવ્યનો ગુણ છે અને દ્રવ્ય બધા પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. માત્ર સંસારી છદ્મસ્થ જીવ દ્રવ્ય પરમાં જાય છે, તેથી છમસ્થો માટે જિનની આજ્ઞા છે કે સ્વભાવમાં રહેવું અને એના માટે છ એ આવશ્યક મૂકયા છે, માટે સ્વભાવ ધર્મની આરાધના કરવાની છે. આપણને ઉપયોગ આવે છે કે આરાધનામાં મેં શું કર્યું સામાયિકની વિધિ, ઉપકરણો વગેરેનો ઉપયોગ આવે,
102 | નવ તત્ત્વ
Page #120
--------------------------------------------------------------------------
________________
પણ સમતામાં રહેવું છે એ ઉપયોગ આવે છે? તપમાં એ ઉપયોગ આવવો જોઈએ કે આહારના ત્યાગનો પરિણામ છે કે નહીં? મારા આત્માનો સ્વભાવ શું છે? એ નિર્ણય પાકો થશે તો જ ઉપયોગ આવશે કે આહાર કરવો એ મારો સ્વભાવ નથી પણ જ્ઞાનાદિ રમણતા એ મારો સ્વભાવ છે તે પ્રગટ થાય તે માટે વર્તમાનમાં હું આહારના ત્યાગરૂપ ઉપવાસાદિ તપનો અભ્યાસ કરું છું જેથી ચારે આહારનો કાયમ માટે ત્યાગ થઈ જાય. વર્તમાનમાં આપણે આહાર દ્વારા તૃમ થઈએ છીએ પણ હવે આપણે આપણા સ્વભાવ દ્વારા તૃપ્ત થવાનું છે અને એનો આનંદ અનુભવાય ત્યારે તપનો પરિણામ થયો કહેવાય અને તે અનુભવ થાય તો નિર્જરા થાય અને અનુભવ ન થાય તો અકામ નિર્જરા થાય.
અજીવ દ્રવ્યો બધા પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે અને આપણે જીવ થઈને પોતાના સ્વભાવ પ્રમાણે ન વર્તએ તો એનાથી બીજો અનર્થ આત્મા માટે શું હોઈ શકે? આમ થવાનું કારણ એ છે કે અનાદિકાળથી આત્મા પુદ્ગલ સાથે જોડાયેલો છે અને તેના કારણે તે પુદ્ગલમય બની ગયો છે, એને એવી ભ્રાન્તિ થઈ છે કે હું હવે શરીર જ છું. હવે જ્યારે આત્માનો આ ભ્રમ દૂર થશે કે હું આત્મા છું, શરીર નથી ત્યારે આત્મા પોતાના સ્વભાવ પ્રમાણે વર્તવા તૈયાર થશે. આત્મા ધર્મને તત્ત્વથી મનુષ્ય ભવમાં જ સમજી શકે છે અને ભ્રમને ભાંગવા માટે આત્માના અને પુદ્ગલના પરિણામનો જીવે અભ્યાસ કરવો જ પડશે, પછી જ નિર્ણય થશે. સમ્યગ્દર્શન આવે પછી જ ધર્મમાં આવ્યો ગણાશે અને એની માટે જ્ઞાની ભગવંતોએ જીવાદિ નવતત્ત્વને જાણવાની વાત કરી છે અને આત્માને સતત જણાવવાની છે. આત્માએ સતત આત્માની સાથે જ વાતો કરવાની છે, માટે જ મુનિ મૌન બનીને આત્મરમણતા કરે. તેઓ જગત સાથેનો તમામ વ્યવહાર બંધ કરીને, તમામ વ્યવહાર પોતાના આત્મા સાથે જ કરે. માટે મુનિ અને માત્ર મૌનમ્ આખો દિવસ પોતાના આત્મા સાથે જ બોલ્યા કરે. આપણને બહારમાં મિત્રો સાથે બોલવાનું મન થાય પણ આત્મા સાથે નહીં. આત્માને મિત્ર બનાવવો એ ખૂબ જ દુષ્કર છે. માટે પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાન બતાવ્યા છે. પોતાના જ પ્રભુ સાથે પોતે પ્રીતિ બાંધવાની છે, આ ન સમજ્યા એટલે આપણે બહાર શોધ કરી. પણ આપણું ઠેકાણું ન પડયું. માટે જ્ઞાનીઓએ કહ્યું કે જગત માટે હવે તું આંધળો, બહેરો ને મૂંગો બની જા, તો જ આત્માના આનંદમાં મહાલતા સાધુના સુખને જોઈને સાધુ બનવાનું મન થાય.
અજીવ તત્વ | 103
Page #121
--------------------------------------------------------------------------
________________
છ દ્રવ્યોનો વિશેષથી વિચાર
એક જીવ દ્રવ્ય અને પાંચ અજીવ દ્રવ્યો :
માથા : ૧૪ પરિણામિ જીવ મુત્ત, સપએસા એમ ખિત્ત કિરિઆ ય,
ણિચં કારણ કતા, સQગય ઈયર અUવેસ૧૪. અર્થ : પરિણામી, જીવ, મૂર્ત, સપ્રદેશી, એક ક્ષેત્ર, ક્રિયા, નિત્ય, કારણ, કર્તા,
સર્વવ્યાપી, ઈત્તર, અપ્રવેશી આગમમાં છ દ્રવ્યોનો વિચાર કરવા દ્વારા તત્ત્વ નિર્ણય દ્રઢ થાય. ૬ દ્રવ્યોમાં જીવ અને પુદ્ગલ દ્રવ્ય પરિણામી છે. બાકીના દ્રવ્યો
અપરિણામી છે. જીવઃ ૬ દ્રવ્યમાં જીવ દ્રવ્ય સિવાયના બાકી બધા અજીવ દ્રવ્ય છે. રૂપીઃ ૬ દ્રવ્યમાં પુદ્ગલ દ્રવ્ય રૂપી બાકી બધા અરૂપી છે. પ્રદેશી ઃ ૬ દ્રવ્યમાં કાળદ્રવ્ય અપ્રદેશ છે. વર્તમાન સમયરૂપ છે. બાકી, સપ્રદેશ છે. એકઃ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય એ અસંખ્ય પ્રદેશ છે,
આકાશ અનંતપ્રદેશી છે, પુદ્ગલ પરમાણુ એક પ્રદેશી, સ્કંધ બેથી
104 | નવ તત્ત્વ
Page #122
--------------------------------------------------------------------------
________________
માંડી સંખ્યાત કે અસંખ્યાત કે અનંત પ્રદેશી પણ હોય. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એક અખંડ દ્રવ્ય તરીકે છે. જીવ
જીવ સ્વતંત્ર એક અખંડ દ્રવ્ય, પણ સંખ્યા એ ૮મે અનંત છે. પિત્તઃ આકાશક્ષેત્ર છે અને તે પોતાનામાં બધા દ્રવ્યોને સમાવી લે છે. નિત્ય નિચ્ચે કારણ કત્તા છ દ્રવ્યો નિશ્ચયથી નિત્ય છે. દ્રવ્ય તેને જ કહેવાય
જેનું અસ્તિત્વ ત્રણે કાળમાં રહે. આથી સર્વે દ્રવ્યો નિત્ય જ કહેવાય. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય આ દ્રવ્યો તો સદા એક સરખા સ્વરૂપે જ રહે છે. તેમાં કોઈ ફેરફાર થતો નથી. તેથી તે નિત્ય જ છે. તે ત્રણે દ્રવ્યો અરૂપી, અચેતન અને નિષ્ક્રિય છે. સ્કંધ પર્યાય આ પાંચ વડે નિત્ય છે. ધર્માસ્તિકાય ગતિ સહાયક રૂપે, અધર્માસ્તિકાય સ્થિર થવામાં
સહાયક રૂપે અને આકાશાસ્તિકાય અવગાહના આપવા રૂપે નિત્ય છે. ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યો દેશ-પ્રદેશ તથા અગુરુલઘુ વડે અનિત્ય છે. કઈ રીતે?
જે ધર્માસ્તિકાય અસંખ્યાતા પ્રદેશો છે તેમાં એક પ્રદેશમાં અગુરુલઘુ અસંખ્યાત છે તો બીજા પ્રદેશમાં અનંતા અગુરુલઘુ છે. ત્રીજા પ્રદેશમાં સંખ્યાતા અગુરુલઘુ છે. આમ ગુણ વધ-ઘટ રૂપ તથા જે પ્રદેશમાં અસંખ્યાતા છે ત્યાં અનંતા પણ થાય અને અનંતના સ્થાને અસંખ્યાતા પણ થાય. તે ચલાયમાન છે તથા નાશ પણ પામે. અસંખ્યાતા રૂપે નાશ પામી અનંતા રૂપે પણ ઉત્પન્ન થાય એ રીતે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયાદી દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય, સત્ ઘટે. દ્રવ્યનો અગુરુલઘુ પર્યાય છે અને તેનાથી છ પ્રકારની હાનિ-વૃદ્ધિ થાય છે. માટે જ્ઞાનાદિ ષસ્થાન પતિત છે. ૧૪ પૂર્વીઓ સૂત્રથી સમાન હોય પણ અર્થથી તેઓ ષસ્થાનવર્તી હોય.
પુદ્ગલ દ્રવ્યઃ પુદ્ગલ દ્રવ્ય રૂપી અને અચેતન છે. તેનો પરમાણુ એ અંતિમ ભાગ રૂપ, તેનો ક્યારે પણ વિનાશ નથી. આથી પરમાણુ નિત્ય છે. દરેક પરમાણુમાં ૧ વર્ણ, ૧ ગંધ, ૧ રસ અને ર વિરુદ્ધ સ્પર્શ ગુણ સદા રહેવાના. ગુણની અપેક્ષાએ તે નિત્ય છે પણ સ્કંધની અપેક્ષાએ તે અનિત્ય છે, તેમજ ગુણના તથા પર્યાયોની અપેક્ષાએ તે અનિત્ય છે. વર્ણના જે લાલ, લીલો, પીળાદિ પર્યાયો, તે અનિત્ય છે. કાળદ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, અપેક્ષાએ અનિત્ય છે. સમયરૂપી કાળ તે સદા
અજીવ તત્ત્વ 105
Page #123
--------------------------------------------------------------------------
________________
વિદ્યમાન છે, તે અપેક્ષાએ નિત્ય છે. વર્તનાદિ ૪ ગુણ વડે નિત્ય છે તથા અનાગત, અતીત, વર્તમાન અને અગુરુલઘુ ૪ પર્યાય વડે અનિત્ય છે તથા અચેતન, અરૂપી અને અક્રિય છે.
જીવદ્રવ્યઃ નિત્ય છે. ત્રણે કાળમાં તેનું અસ્તિત્વ છે. માત્ર વિવિધ પર્યાયે નાશ અને ઉત્પત્તિ છે. જીવ મનુષ્ય પર્યાયે જન્મ અને નાશ થાય પણ તેમાં રહેલો આત્મા મરતો નથી, તે સદા ધ્રુવ રહે છે. આમ જો આત્માના ત્રિકાલિક અસ્તિત્વનો જીવને સ્વીકાર થાય તો જીવ એક ભવના અસ્થિર પર્યાય માટે જીવવાનું બંધ કરે અને અનંતકાળને સુધારવાની ઉજળી તક ગુમાવે નહીં, તેમાં પ્રમાદ કરે નહીં. કયું દ્રવ્ય કોનામાં કારણ છે?
જીવ દ્રવ્યમાં બીજા કોઈ પણ દ્રવ્ય કારણરૂપ બનતા નથી. શુદ્ધ સ્વરૂપી સિદ્ધનો આત્મા કોઈમાં કંઈ કારણ બનતો નથી. જે કોઈ સિદ્ધનું આલંબન લઈ સિદ્ધ બનવાનો પુરુષાર્થ કરે તેને સિદ્ધપણું પ્રગટ થાય. જ્યાં સુધી જીવ બીજામાં હું જ કારણ માની પરનો કર્તા બનશે ત્યાં સુધી સિદ્ધપણું પ્રગટ નહીં થાય. જ્યારે જીવ પોતાના અકારણ સ્વભાવમાં સ્થિર થશે. બીજાની પીડામાં નિમિત્ત કારણ મટી જશે ત્યારે તેનું સિદ્ધપણું પ્રગટ થશે. બાકી બધા સંસારી જીવ દ્રવ્ય તથા બીજા દ્રવ્યો પરસ્પર કારણ બને છે. - ધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલદ્રવ્યની ગતિમાં સહાયક કારણ છે. - અધર્માસ્તિકાય? જીવ અને પુદ્ગલ દ્રવ્યની સ્થિરતામાં સહાયક કારણ છે. - આકાશાસ્તિકાય : સર્વ દ્રવ્યોને પોતાનામાં અવગાહના-આધાર આપવાનું
સમાવી લેવામાં કારણ છે. પગલાસ્તિકાય : જીવને જીવન-મરણ, શ્વાસોચ્છવાસ, ભાષા આદિમાં
કારણ છે. અર્થાત્ દ્રવ્યના પ્રાણો રૂપે જીવવામાં પ્રધાન કારણ છે. - કાળદ્રવ્યઃ નવાનું જૂનું કરે. દ્રવ્યના અસ્તિત્વને બતાવે.
કર્તા કોને કહેવાય?
જીવ સિવાય બધા જ દ્રવ્યો અકર્તા છે. આત્મા જ માત્ર પોતાના ગુણોનો કર્તા છે. જે દ્રવ્ય અન્ય દ્રવ્યની ક્રિયા પ્રત્યે અધિકારી હોય તે કર્તા અર્થાત્ “ક્રિયાનો
106 | નવ તત્ત્વ
Page #124
--------------------------------------------------------------------------
________________
કરનાર” એ સામાન્ય અર્થ છે. એ દ્રવ્ય કર્તા હોઈ શકે. પરંતુ કર્તા એટલે સર્વદ્રવ્યોનો અધિકારી કર્તા પોતે જ હોઈ શકે. કેમકે તે જ તેનો ઉપભોગ કરનાર શુદ્ધ સ્વામી છે. ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોની ગતિ સહાયકાદિ ક્રિયાઓનો ઉપભોગ કરનાર જીવ દ્રવ્ય અધિકારી છે. પુદ્ગલ દ્રવ્યનો પણ ઉપભોગી જીવ દ્રવ્ય વ્યવહારે છે.
શુદ્ધ જીવ દ્રવ્ય સ્વગુણો સિવાય કોઈનો ઉપભોગ કરી શકતો નથી પણ અનાદિથી વિભાવ પરિણામને કારણે પુદ્ગલનો હું ભોગી છું એવું માની અનુકૂળ પુલના ભોગમાં આનંદ માણે છે. કર્મનો બંધ કરે છે. આત્મા અરૂપી હોવાથી રૂપીનો ભોગ કરી શકે નહીં અને કરવા જાય એટલે આત્માને અવશ્ય પીડા થાય. આથી પર લક્ષણ દુઃખ કહીએ, નિજ વશ તે સુખ લહીએ જીવને પરપુદ્ગલ ભોગમાં દુઃખનું વેદન અને સ્વગુણોના ભોગમાં સુખનું વેદન કહ્યું. આથી પર પુદ્ગલના સંગનો ભાવ અને પરમાં કર્તા ભાવ કરવાનો જ્ઞાનીઓએ નિષેધ કર્યો અને સ્વગુણોના જ કર્તા બનવાનું કહ્યું.
આત્મામાં કર્તાપણાના મુખ્ય ત્રણ કારણ: ૧) આવિર્ભાવતા જ્ઞાનાદિ ગુણોનું પ્રગટ થવા રૂપ. ૨) ગ્રાહ્યકતાઃ વિભાવ સ્વભાવને આધીન થયેલ જીવ પુદ્ગલ ગ્રહણ કરતો હતો
એને બદલે સ્વગુણ ગ્રાહકતા ભાવ પ્રગટે. ૩) રમણતા : જીવમાં પોતાના જ્ઞાનાદિ ગુણોમાં જ રમણતા કરવાનો સ્વભાવ પ્રગટ થાય.
હુંકારભાવનો એમ જેમ જેમ જાણે; તેમ તેમ અજ્ઞાની પડે, નિજકર્મને ઘાણે.
(પૂ. મહો. યશોવિજયજી) જીવ પોતાના જ જ્ઞાનાદિ ગુણોનો કર્તા અને ભોકતા છે પણ પરનો કર્તા કે ભોકતા નથી. પરનો કર્તા –કે ભોકતા થવા જાય કે થાય તો કર્મનો કર્તાને તેનો ભોકતા થાય.
નિજ પરિણામ જે શુદ્ધ ચતના રૂપ, કર્તા ભોકતાdહનો, નિર્વિકલ્પ સ્વરૂપે.”
અજીવ તત્ત્વ | 107
Page #125
--------------------------------------------------------------------------
________________
દરેક આત્મા દ્રવ્યનો સ્વભાવ ક્રિયા કરવાનો છે અર્થાત્ સ્વભાવ દ્રવ્યને ક્રિયા કરવા પ્રેરે છે. તે ક્રિયાથી જદ્રવ્યનું પોતાનું અસ્તિત્વ જણાય છે. શુદ્ધાત્મ દ્રવ્યને શૂન્યવત જોવા છતાં તે સત્ છે, ભાવરૂપ છે. માટે જ સક્રિયતા દેખાડનાર ગુણને સ્વભાવ કહેવાય છે. એ પર્યાયરૂપ છે. પર્યાય એ જ ક્રિયા પરિવર્તન રૂપ છે.
દરેક દ્રવ્યમાં નિમિત્ત નૈમિત્તિક સિવાય બીજું કાંઈ કરવાની યોગ્યતા નથી. અનાયાસે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થઈ જાય છે, કરવો પડતો નથી. જ્યાં કરવું પડે છે, જાણીબુઝીને કરાય છે ત્યાં કર્તુત્વ ભાવ છે.
દ્રવ્યના મૂળ સામાન્ય ગુણમાં અસ્તિત્વ વિ. ગુણોમાં કર્તુત્વનો ગુણ નથી. વૈભાવિક પરિણમનમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય કોઈનું પણ નિમિત્ત પામીને કોઈ કાર્ય થઈ શકે.
જેમકે માટીનો ઘડો – માટીમાં ઘટત્વ રૂપ પરિણમન થવાનો હેતુ તેનું ઉપાદાન કારણ માટી પોતે છે. જ્યારે કુંભાર, દંડ, ચક્ર વગેરે નિમિત્ત કારણોને પામી ઘટરૂપ બને છે. આત્મા ક્યાં સુધી વૈભાવિક પર પરિણતિવાળો બનશે ત્યાં સુધી તે કર્મનો કર્તા ભોકતા પરિણામવાળો બનશે. એ પરનો કર્તા ભોકતા ન બને તો સ્વનો કર્તા ભોકતા બને.
કર્તા કારણ કાર્યનિજ પારણામિક ભાવ, જ્ઞાતા શાયક ભોગ્ય ભોકતા, શુદ્ધસ્વભાવ,
ગ્રાહકરક્ષક વ્યાપકતન્મયતા એ લીન, પૂરણ આત્મધર્મપ્રકાશ રસે લયલીન ૪on
(અધ્યાત્મગીતા) સંપૂર્ણ શુદ્ધ માત્ર સિદ્ધના આત્માઓ છે. જેણે પણ પોતાના આત્માને સંપૂર્ણ શુદ્ધ કરવો હોય તેણે સિદ્ધનું જ આલંબન લેવું જરૂરી. આથી અરિહંતના આત્માઓ પણ જ્યારે દીક્ષા લે ત્યારે પોતાના આત્માને સંપૂર્ણ શુદ્ધ કરવાનું તેમનું પ્રણિધાન અતિ દઢ હોય છે. તેમને અપૂર્વ વીર્ય પ્રગટેલ હોવાથી તેઓ પૂર્ણ સાધ્યનું પ્રણિધાન અવશ્ય સિદ્ધ કરવાના ધ્યેયપૂર્વક જ સાધનાનો પ્રારંભ કરે છે. આથી તેઓ પણ પોતાના પૂર્ણ સાધ્યના પ્રણિધાન અનુસાર “નમો સિદ્ધાણં” પદનો ઉચ્ચાર કરે છે. સિદ્ધો પોતાના પૂર્ણ શુદ્ધ પારિણામિક પરિણામ ભાવમાં લયલીન છે અર્થાત્ સિદ્ધના 108 | નવ તત્ત્વ
Page #126
--------------------------------------------------------------------------
________________
આત્મા પોતાના સ્વાભાવિક જ્ઞાનાદિ ગુણોના કર્તા છે. જ્ઞાનાદિ ગુણો કારણ છે અને સ્વરૂપ રમણતા રૂપ કાર્ય છે. (અરૂપાદિ સ્વરૂપે) કેવલ જ્ઞાનથી સ્વદ્રવ્ય સાથે સર્વ જ્ઞેયને જાણે છે. શુદ્ધ સ્વભાવ રૂપ ભોગ્યના ભોકતા છે. શુદ્ધ સ્વરૂપના જ ગ્રાહક અને રક્ષક છે. શુદ્ધ સ્વભાવમાં જ તન્મયપણે વ્યાપક થયેલા છે અને સંપૂર્ણ આત્મગુણોના પ્રકાશમાં જ લયલીન છે.
સર્વગતઃ સર્વત્ર વ્યાપીને રહેવું તે. આકાશ લોકાલોક સર્વત્ર વ્યાપી છે, આત્મા સંસારી જીવ દેહવ્યાપી છે, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ૧૪ રાજલોક વ્યાપી છે. કેવલી સમુદઘાત વખતે જીવ પણ ૧૪ રાજલોક વ્યાપી થાય, ૬ દ્રવ્યો પોતાનું અસ્તિત્ત્વ મીટાવી બીજામાં પ્રવેશ કરતાં નથી.
પ્રથમ શબ્દ પરિણામી અને છેલ્લો શબ્દ અપ્રવેશે લખીને સંસારના સ્વરૂપને બતાવી દીધું છે. આત્માને પુદ્ગલના પરિણામો પ્રમાણે પરિણમન પમાડીને અનંતકાળથી અભેદ માની લીધો છે અને આત્માને આનું ભાન પણ નથી રહ્યું. આપણો આત્મા પુદ્ગલના ગતિ આદિ ૧૦ પરિણામો મુજબ પરિણમી રહ્યો છે એ આપણો સ્વભાવ બની ગયો છે. આ ૧૦ પરિણામો જ આપણા દ્રવ્ય જીવનમાં આધાર છે એમ માનીને આ જગત જાણે જીવી રહ્યું છે! જગતના જીવોના સુખ દુઃખનો નિર્ણય પણ આ ૧૦ પરિણામોના આધારે થવાનો. અનુકૂળ પવન ગતિ કરતો હશે તો આપણને સુખરૂપ લાગશે તે જ પવન પ્રતિકૂળ થઈને ગતિ કરશે તો દુઃખરૂપ લાગશે. પુદ્ગલ દશા આત્મભાવમાં વિકાર ઉત્પન્ન કરાવે કારણ અનુકૂળપ્રતિકૂળ પુદ્ગલના સંયોગમાં મોહનો ઉદય થાય. જે પોતે વર્તમાનમાં પુદ્ગલના સ્વભાવ પ્રમાણે ગતિ કરી રહ્યો છે અને તેનું ભાન પણ નથી તો તે કઈ રીતે સ્વભાવમાં આવશે?
આત્માએ પોતાના સ્વભાવમાં સદાય હસવું એ જ એનું મુખ્ય આવશ્યક છે. નિશ્ચયથી છ આવશ્યક સદાય કરવાના છે. સ્વભાવ આવશ્યકમાં આવવા માટે જીવ પુદ્ગલના સ્વભાવનું ભેદજ્ઞાન જરૂરી. ચાલતી વખતે આત્માને થશે કે આ મારા આત્માની ગતિ નથી, મારે તો માત્ર ઊર્ધ્વગતિ કરવાની હોય અને તે માટે જ્ઞાન-દર્શન-ચારિત્રના પ્રયોજન વગર ગતિ કરાય નહીં. છ એ આવશ્યક પણ જ્ઞાનાદિગુણોની પૂર્ણતા માટે જ છે. આથી પ્રયોજન વિના ગતિ ન કરાય. જો આત્મા સ્વ સ્વભાવ પ્રમાણે ગતિ ન કરે તો તેને કર્મબંધ થાય અને પુદ્ગલભાવ પ્રમાણે ગતિ કરે.
અજીવ તત્વ | 109
Page #127
--------------------------------------------------------------------------
________________
એક પણ દ્રવ્યનો સ્વભાવ પોતાના સ્વભાવને છોડીને બીજામાં પ્રવેશી શકવાનો નથી. સંસાર શું છે? પોતાના સ્વભાવને છોડીને બીજાના સ્વભાવને પકડી લીધો છે એ જ સંસાર છે અને એ વાત નથી સમજાઈ તેથી મેરુ જેટલા ઓઘા થાય પણ આત્માનું કલ્યાણ થાય નહીં અને તેમાં નવાઈ પણ નહીં, આ એક વાત સમજાઈ જાય પછી એક જ ઓઘો આત્માનું કલ્યાણ કરવા માટે સમર્થ થશે. મહામંત્રથી એ ઓઘો મંત્રિત છે, નહીં તો મોહથી તો મંત્રિત થયેલ જ છે. પરમાત્માએ માર્ગ સંસાર વિસર્જન માટે મૂકયો છે પણ આપણે એના દ્વારા જ સંસારનું સર્જન કરી રહ્યા છીએ. ભવના વિસર્જન માટે પરમાત્માએ શાસનની સ્થાપના કરી છે. પરમાત્માએ સ્વભાવમાં આવવા માટે શાસન સ્થાપ્યું અને આપણે એને જ ભૂલીને માત્ર શુભ ભાવમાં જ અટવાયા કરીએ છીએ. જગત પર પરમાત્માનો ઉપકાર શું છે?
વીરજિણંદ જગત ઉપકારી, મિથ્યાઘામ નિવારીજી, દેશના અમૃત ઘારા વર્ષ, પરસ્પરિણતિ સવિ વારિજી.ના
(પૂ. ક્ષમાવિજય મ.સા.) જે મરણનો અંત લાવે તેવી અમૃત જેવી જિનેશ્વર પરમાત્માની વાણી છે. યોગી મહારાજે લખી લીધું કે અબ હમ અમર ભયે ન મરેંગે, યા કારણ મિથ્યાત્વ દીયો ત્યજ, કયું કર દેહ ધરેંગે હવે દેહ ધરવાનો જ નહીં અર્થાત્ દેહમાં રહેવાની બુદ્ધિ ગઈ કારણ મિથ્યાત્વ ગયું.
આત્મા મિથ્યાત્વના ઉદયથી અહિતની રુચિવાળો બને છે અને મિથ્યાત્વના વિગમથી હિતની રુચિવાળો બને છે. મિથ્યાત્વને કારણે સ્વરૂપમાં ભ્રાન્તિ થાય છે તેના કારણે તેનું સાધ્ય સિદ્ધ થઈ શકતું નથી. સાધનાનું પ્રથમ પગથિયું સ્વરૂપનું જ્ઞાન છે. જ્ઞાનના ક્ષયોપશમથી સર્વજ્ઞએ કહેલી વાતનો ઉપયોગ આવે કે આત્મા નિરંજન નિરાકાર છે પણ એ ઉપયોગ શુદ્ધ થયો એમ ન કહેવાય, કારણ કે જ્યાં સુધી રુચિનો પરિણામ ન થાય ત્યાં સુધી સમ્યગદર્શન નથી, તેથી ઉપયોગ શુદ્ધિ ન કહેવાય. અભવ્ય આત્માને આત્મા શુદ્ધ નિરંજન નિરાકાર છે એ પ્રમાણે જ્ઞાન ઉપયોગ આવે છે માટે જગતને જણાવી શકે છે પણ તે પ્રમાણે રુચિ થતી નથી કારણ મિથ્યાત્વનો પરિણામ રહેલો છે તેથી આત્માને વર્તમાનમાં આત્માની જે કર્મકૃત શરીર અવસ્થા છે એમાં રહેવાની રુચિ તો ઉભી જ છે. આત્માની રુચિ ઉભી થાય તો અશુદ્ધ110 | નવ તત્ત્વ
Page #128
--------------------------------------------------------------------------
________________
અશુચિમય કાયામાં રહેવાનું મન જ ન થાય અને એના શણગારાદિને છોડી દે, એનું મમત્વ છૂટી જાય. પણ આ ન થાય તો આત્માને છેતરવાની વાત આવશે. દેહથી મુક્ત થવાનો અલિપ્ત થવાનો ભાવ થાય ત્યારે જ એ મોક્ષ માર્ગમાં આવ્યો કહેવાય. આત્માનો સ્વભાવ નિઃસંગ છે માટે દેહથી છૂટવાનું છે. સર્વ સંગના ત્યાગરુપ નિઃસંગ ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી આત્માની સ્થિરતા થઈ શકે નહીં. આત્મ દ્રવ્ય સ્વરૂપથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય સ્વરૂપ જેવો જ છે. છેલ્લે આત્મા લોકાંતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયને આકાશની સાથે જ રહેવાનો છે ને એનાથી આત્માને કોઈ વાંધો પણ નહીં આવે અને એની પીડા પણ નથી,
જ્યારે પુદ્ગલ દ્રવ્યના સ્વભાવ ને સ્વરૂપ બન્નેથી તે નિરાળો છે માટે એની સાથે હવે રહેવાય જ નહીં. મારો આત્મા તેના સ્વભાવ ને સ્વરૂપ સિવાય ક્યાંય સ્થિર થઈ શકવાનો નથી, આ નિર્ણય થઈ જાય, અને સ્વરૂપ અને સ્વભાવની રુચિના કારણે વીર્ય તે તરફ સહજ ગતિમાન થાય તો પરમાં રખડપટ્ટી ન થાય. આ નિર્ણય ન થાય ત્યાં સુધી રખડપટ્ટી સહજ છે. આથી સ્વ સ્વભાવ અને સ્વ સ્વરૂપનો એવો રુચિ સહિતનો દઢ નિર્ધાર થઈ જાય કે જેથી ઊંઘમાં- સ્વપ્નમાં પણ હવે આત્માનું શુદ્ધ સ્વરૂપ જ દેખાય, તે વિના આત્મા સ્વયં પીડા ભોગવશે અને બીજા જીવોને પણ પીડા આપશે ને જન્મ-મરણમાં નિમિત્ત બનશે અને એના કારણે ભયંકર સંસાર સર્જન થશે.
અજીવ તત્વ | 111
Page #129
--------------------------------------------------------------------------
________________
પુદ્ગલના ૧૦ પરિણામ
ભેદજ્ઞાન ક્યારે ફળ્યું કહેવાય?
સ્વ-પરના ભેદ જ્ઞાન દ્વારા સ્વાત્મ દ્રવ્યના પરિણામોની પ્રતિતી, રુચિ અને અનુભૂતિ થાય તો તેમાં ઉપાદેય ભાવ આવે અને પુદ્ગલ દ્રવ્યના પરિણામોમાં હેયભાવ, ઉદાસિનતા આવે તો ભેદજ્ઞાન ફળ્યું કહેવાય. તે માટે નવ તત્ત્વમાં પરિણમી નીવ મુત્તમ..... ગાથામાં જણાવેલા પુદ્ગલના ૧૦ પરિણામોની અને જીવના ૧૦ પરિણામોની વિચારણા વિસ્તારપૂર્વક કરવી જરૂરી.
હવે આપણે પુગલના ગતિ આદિ ૧૦ પરિણામો સંબંધી વિસ્તારથી વાંચના શરૂ કરીએ?
112 | નવ તત્ત્વ
Page #130
--------------------------------------------------------------------------
________________
પુગલના ૧૦ પરિણામ, પુગલ મિશ્રિત જીવના મિશ્ર ૧૦ પરિણામ,
તથા જીવના મૂળભૂત શુદ્ધ ૧૦ પરિણામ: પુગલના પુદગલ મિશ્રિત જીવના શુદ્ધ ૧૦ પરિણામ જીવના મિશ્ર ૧૦ પરિણામ ૧૦ પરિણામ (૧) ગતિ (૧) ગતિ-૪ (૧) ૧ સમયની ઊર્ધ્વગતિએ લોકાંતે પહોંચે (૨) બંધ (ર) ઈન્દ્રિય-૫ (૨) અતીન્દ્રિય-આત્મ પ્રદેશોમાં રહેલા જ્ઞાન
ગુણની સર્વજોયને જાણે (૩) ભેદ (૩) કષાય-૪ (૩) આનંદ (૪) સંસ્થાન (૪) લેશ્યા-૬ (૪) લાગણી રહિત વીતરાગતા (૫) વર્ણ (૫) યોગ-૩ (૫) અયોગી (૬) ગંધ (૬) ઉપયોગ-૮ (૬) કેવલજ્ઞાન
જ્ઞાન-અજ્ઞાન (૭) રસ (૭) સામાન્ય દર્શન-૪ (૭) કેવલ દર્શન (૮) સ્પર્શ (૮) મિથ્યાત્વ-૫ (૮) સમ્યગુદર્શન (ક્ષાયિક) (૯) શબ્દ (૯) ચારિત્ર-૭ (૯) આત્મરમણતા (યથાખ્યાત ચારિત્ર) (૧૦) અગુરુલઘુ (૧૦) વેદ-૩ (૧૦) અવેદી અનંતનું વેદ કરવાનો સ્વભાવ
(૧) ગતિ પરિણામ: ગતિ કરવી એ પુદ્ગલનો સ્વભાવ છે, એક પરમાણુ જઘન્યથી એક સમય સ્થિર રહે, અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત સમય સ્થિર રહે છે પછી તે ગતિ કરે. કારણ પરમાણુ કે સ્કંધ ગતિ કરવાના સ્વભાવવાળા છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય ગતિ પરિણામી નથી અને દ્રવ્યથી અખંડ છે. સંખ્યામાં આ ત્રણે એક જ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ૧૪ રાજલોક વ્યાપી છે અને આકાશાસ્તિકાય લોકમાં અને અલોકમાં પણ છે. આકાશ અમાપ છે. ત્રણે તત્ત્વો અરૂપી છે એટલે એકબીજામાં સમાઈ શકે છે. આ ત્રણે અખંડ દ્રવ્ય છે. પુદ્ગલ દ્રવ્યમાં છેલ્લા પરમાણુ આવે તો તે શાશ્વત છે, તે કદી નાશ પામતા નથી. માટે
અજીવ તત્વ | 113
(0
.
Page #131
--------------------------------------------------------------------------
________________
જગતમાં જેટલા પરમાણુ ભૂતકાળમાં હતા તેટલા જ રહેવાના છે. તે પરિણામી હોવાના કારણે એની અવસ્થા-પર્યાયો બદલાય પણ નાશ ન થાય. પુદ્ગલ ગતિ કરવાના સ્વભાવવાળો છે તેમજ તેનામાં રહેલા વર્ણ, ગંધાદિ ગુણોના પર્યાયોની ઉત્પત્તિ-નાશ થાય. પરિવર્તન પામે તેથી તે અનિત્ય કહેવાય છે. શાશ્વત પ્રતિમાનો આકાર એવો ને એવો જ રહે છે પણ પરમાણુ બદલાઈ નેબીજા પરમાણુ તેવાને તેવાજ ગોઠવાળ જાય. પુદ્ગલની કોઈ નિયત ગતિ નથી જ્યારે આત્મા નિયત ગતિવાળો છે. એનો મૂળ સ્વભાવ માત્ર ઊર્ધ્વગતિ કરવાનો છે પણ અહીં આડી અવળી ગતિનું કારણ પણ પુદ્ગલ જ છે. પુદ્ગલના સંયોગના કારણે આત્માની ગતિ આડીઅવળી થઈ રહી છે. આપણને કયારેય પણ આ ઉપયોગ આવ્યો કે આ આડી અવળી ગતિ કરવાનો મારો સ્વભાવ નથી, તો હું ક્યાં ક્યાં રખડપટ્ટી કરી રહ્યો છું? તેનો ખેદ પરિણામ પણ કયારેય આવ્યો? ઉત્સર્ગે ગતિમાં નરકી શકે તો અપવાદે વિહાર કરવાનું વિધાન સાધુને મૂક્યું છે તો વિહાર વખતે ઉપયોગ આવવો જોઈએ કે સંયમની રક્ષા કે વૃદ્ધિ માટે વિચારવાનું છે. જ્યાં સુધી પૂર્ણ સ્વભાવ પ્રગટે નહીં અને પૂર્ણ શુદ્ધ સિદ્ધ સ્વરૂપ પ્રગટે નહીં ત્યાં સુધી અર્થાત્ સદા માટે ઊર્ધ્વગતિ ન થાય ત્યાં સુધી સંયમપૂર્વક વિચરવાનો વ્યવહાર મૂક્યો. પરમાત્માએ કહ્યું કે તું રોયનો જ્ઞાતા બનીને નિશ્ચયથી જિનાજ્ઞામય બનવા રૂપ તારી ઊર્ધ્વગતિ પ્રાપ્ત કર. આ આજ્ઞાનો જ વિચાર ન કર્યો માટે જીવની રખડપટ્ટી થઈ. પરિણામી જીવ મુd આ ગાથા ભેદજ્ઞાન માટેની છે અને આ આગમના અર્ક સમાન છે.
પરમાત્માની સમગ્ર દેશનાનો સાર શું આત્માનો જોડાવાનો સ્વભાવ ખરો પણ સ્વના ગુણો સાથે. પર દ્રવ્ય સાથે એનો જોડાવાનો સ્વભાવ નથી પણ વર્તમાનમાં એ પર સાથે જોડાયેલો છે અને એને હવે પરથી જુદા પડવાનું અને સ્વાત્મા સાથે જોડાવાનું છે. આત્માનું એ જ પરમ કર્તવ્ય છે અને એની માટે જ પરમાત્માએ ધર્મતીર્થની સ્થાપના કરી છે. આ વાત જો આપણા લક્ષમાં ન આવે તો આપણે એની વિરુદ્ધમાં જ કાર્ય કરીશું. ધર્મનું ફળ કહો, ધર્મનું કર્તવ્ય કહો તે એ જ છે કે આપણને આપણા સ્વભાવનો નિર્ણય થઈ જાય અને આત્મા તે મય બનવા તૈયાર થઈ જાય અને તે માટે જ જીવાદિ નવતત્ત્વની વાત આવી. પરમાત્માની સમગ્ર દેશનાનો સાર માત્ર એટલો જ છે કે પરપરિણત થયેલા આત્માએ સ્વપરિણત રૂપ થઈ જવું. 114 નવ તત્ત્વ
Page #132
--------------------------------------------------------------------------
________________
“વીરજિણંદજગત ઉપકારી, મિથ્યાઘામનિવારીરે. દેશના અમૃતધારા વરસી, પર પરિણતિસવિ વારીજી”
(પૂ. ક્ષમા વિ.મ.સા.) • સત અને દુર્ગાતની વ્યાખ્યા : | દુર્ગતિમાં પડતા એવા આત્માને ધારી રાખે તે ધર્મ. માત્ર એટલું જ કાર્ય ધર્મનું નથી. આગળ આત્માને સદ્ગતિમાં સ્થાપે તે ધર્મ. આ વ્યવહારથી વ્યાખ્યા છે. વ્યવહારથી નરક અને તિર્યંચ એ દુર્ગતિ છે અને મનુષ્ય અને દેવગતિ એ સદ્ગતિ છે. પોતાના સ્વભાવથી દૂર થતા આત્માને પકડી રાખે, આશ્રવના પરિણામમાં ન જવા દેવો તે નિશ્ચયથી ધર્મ છે. દુર્ગતિ (દુર-ગતિ)ની વ્યાખ્યા જોઈએ તો ગતિ આત્માનો સ્વભાવ છે. આત્માના સ્વભાવથી દૂર થવું તે દુર્ગતિ છે. આત્માની પર પર્યાયરૂપ બાળક, કુમાર, યુવાન, વૃદ્ધ વગેરે જુદી જુદી અવસ્થા થાય છે. આત્માને સ્થિર રહેવાનું છે પણ કર્મને વશ હોવાથી તેની અવસ્થા ફરે છે. ગાંડો માણસ એવી ચેષ્ટાઓ કરશે તો ત્યાં આપણને એ ગાંડો છે એવો નિર્ણય છે માટે ત્યાં વિકલ્પ નહીં આવે, પણ કોઈ બીજો માણસ એવું કરશે તો નહીં ચાલે. દેશના સાંભળીને જો આપણે સ્વ પરિણામ ન પામીએ તો સાંભળેલી દેશના સફળ નહીં બને. પરપરિણતિથી જ્યારે દૂર થશે ત્યારે જ વર્તમાનમાં છેલ્લા સંઘયણાદિમાં સર્વવિરતિ દ્વારા આત્માની અનુભૂતિ રૂપ સ્વપરિણતિનું આપણું કાર્ય થશે. તો મનુષ્યભવ સફળ થશે, તિર્યંચો દેશવિરતિ પણ પૂર્ણ પામી શકતા નથી માત્ર ૧૧ વ્રતના પરિણામ પામી શકે છે જ્યારે ગૃહસ્થો શ્રાવક પણાના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ૧૨ વ્રત તથા શ્રાવકની ૧૧ પ્રતિમા વહન રૂપ દેશવિરતિના પરિણામને પામી શકે છે. વર્તમાન માં પ્રતિમા વહન વિચ્છેદ છે. સાધુ છેલ્લા સંઘપણમાં ૭ મા ગુણસ્થાનક સુધીની આત્માની અનુભૂતિ કરી શકે છે. દેહથી ભિન્ન છું એ વાતની પ્રતીતિ આત્માએ કરવાની છે. જે મનથી વીરતીના દઢ પરિણામ કરી દેહઆત્માના ભેદજ્ઞાનને ધારણ કરી સ્વસ્વભાવનું આલંબન ધારણ કરે તે શરીરની ગમે તેવી સ્થિતિમાં આત્માની સાક્ષાત્ અનુભૂતિ અલ્પ સમય પણ કરી શકે. ૭મા ગુણઠાણે સંપૂર્ણ વીતરાગતા નથી, પ્રશસ્ત કષાયનો ઉદય પણ છે પણ તે મોહને આધીન નથી પણ મોહની સામે લડી રહ્યો છે. પણ વધારે કાળ શુદ્ધ પરિણામ ધારા ટકી શકતી નથી, તેથી પાછો તે છઠ્ઠા ગુણ સ્થાનકે આવે. ભાવ શ્રાવક કેવી ભાવના
અજીવ તત્ત્વ | 115
Page #133
--------------------------------------------------------------------------
________________
ભાવે? સંયમ લઈને એવું સંયમ પાળીશ કે વર્તમાનમાં મોક્ષની અનુભૂતિ થાય તેવી ભાવના ભાવે.
જેટલું આસ્તિય નિર્મળ તેટલા અનુકંપા, નિર્વેદ, સંવેગના પરિણામ નિર્મળ થતા જશે. મિથ્યાત્વ હટે તો જ સંસાર પ્રત્યે નિર્વેદ થાયતે વિના નિર્વેદાદિ પરિણામ નહીં થાય.
પરમાણુ એક સમયમાં લોકાંત સુધી ગતિ કરી શકે તેમ જીવ પણ એક સમયમાં લોકાંત સુધી ગતિ કરી શકે.
એક સ્થળેથી બીજે સ્થળે જવું તે ગતિ પરિણામ. એ બે રીતે – દ્રવ્યથી ને ભાવથી. પુદ્ગલ પણ એક સમયમાં લોકોને પહોંચી શકે છે માટે કર્મને વશ આત્મા લોકાંતે સ્થાવરકાય તરીકે ઉત્પન્ન થઈ શકે. તો એ કઈ રીતે રહી શકે? આત્માને પુદ્ગલ બન્ને ગતિ કરવાના સ્વભાવવાળા છે. વિજ્ઞાને સિદ્ધ કર્યું છે કે પરમાણુ ગતિ કરી શકે. પરમ અણુ એ પરમાણ. છેલ્લામાં છેલ્લો અંશ. બાદર ને સૂક્ષ્મ બે પ્રકારના પરમાણુ છે. સૂક્ષ્મ પરમાણુ અનંત ભેગા થાય તો પણ ચક્ષુનો વિષય નહીં બને, યંત્રોનો વિષય પણ નહીં બની શકે, માત્ર અવધિજ્ઞાનનો વિષય બની શકે. વિજ્ઞાને જે જોયું તે પરમાણુઓ સ્થૂલ છે અને તે બાદર પરિણામી છે. કર્મને કાર્પણ વિજ્ઞાન શોધી શક્યું નથી ને શોધી પણ નહીં શકે. કારણ અતિ સૂક્ષ્મ પરિણામીને યંત્ર ન પકડી શકે. વિજ્ઞાન કહે છે કે પરમાણુ એક સેકંડમાં ૬ અબજ વાર ટકરાયા કરે છે. હીરા જેવા ઠોસ પદાર્થની ગતિ કલાકે ૯૫૦ માઈલ છે અને ઈલેક્ટ્રોન દર સેંકડે ૧૩૦૦ માઈલ અને પ્રકાશના કિરણો ૧૮૦૦ માઈલની ગતિ કરે છે. સર્વજ્ઞ શાસ્ત્ર કહે છે, ૧ સમયમાં જીવ અને પરમાણુ લોકાંત સુધી પણ ગતિ કરી શકે.
જ્ઞાની ભગવંતોએ ૧ર ભાવનામાં સૌથી પ્રથમ અનિત્ય ભાવના મૂકી. આત્મા સિવાય કોઈ દ્રવ્ય નિત્ય નથી. હીરા-સોનું વગેરે પણ અનિત્ય છે. ગતિ પરિણામના કારણે પુદ્ગલનો પૂરણ ગલન સ્વભાવ આવ્યો. સંખ્યાત અસંખ્યાત કાળે એ સ્કંધો છૂટા પડી જાય. પરમ કિંમતી જે મનુષ્ય જીવન મળ્યું છે એને આપણે આવા અનિત્ય પદાર્થો પાછળ વેડફી રહ્યા છીએ અને પાછું એનું ભાન પણ નથી અને આત્માની પરમ સંપત્તિને પોતાની જાતે જ લૂંટાવી રહ્યા છીએ. જે જે આત્માએ આ જાણ્યું ત્યારથી તે આત્માએ પોતાનું આત્મવીર્ય આત્મા માટે ઉલ્લસિત કર્યું. આપણે પરમાં ઉલ્લસિત કરીએ છીએ. પુદ્ગલની ગતિ માટે કોઈ ચોક્કસ દિશા નથી, ગમે ત્યાં
116 | નવ તત્ત્વ
Page #134
--------------------------------------------------------------------------
________________
જાય. જ્યારે આત્માની તો એક જ દિશા છે-ઊર્ધ્વગતિ. પણ આત્મા પુદ્ગલ સાથે ભળ્યો માટે બધે ભટકે છે. જીવના પરિણામનું કારણ
નિજ સ્વરૂપ જાણ્યા વિના જીવ ભમે ભવ સંસાર જબ નિજ સ્વરૂપ પિછાણી એ, તબ હો ભવડાપાર. (શ્રીમ)
જ્યાં સુધી જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન-ભાન નહીં આવે અને ભવભ્રમણમાં કંટાળો નહીં આવે અને સ્વ સ્વભાવ રમણની રુચિ નહીં આવે ત્યાં સુધી પુદ્ગલને વશ થયેલો તે જીવ સંસારમાં ભ્રમણ કર્યા કરશે. જીવનો ઊર્ધ્વગતિ સિવાય બીજી કોઈ ગતિનો સ્વભાવ ન હોવા છતાં પુદ્ગલને વશ થયેલા જીવે ક્યાં ક્યાં ભ્રમણ ન કર્યું?
न सा जाइ न सा जोणी, न तं ठाणं, न तं कुलं। न जाया न मुआ जत्थ सव्वे जीवा अणंतसो ॥३॥
| (વેરાગ્ય શતક) तं किंपि नत्थि ठाणं, लोए वालग्ग कोडिमित्तंपि। जत्थ न जीवा बहुसो सुहदुक्ख-परंपरा पत्ता ॥४॥
| (વૈરાગ્ય શતક) ૧૪ રાજલોકમાં કોઈ એવો પર્યાય નથી જયાં કર્મને વશ થયેલો જીવ સૂક્ષ્મબાદર, એકેન્દ્રિયાદિ, વિવિધ ભવોરૂપે જન્મ ન પામ્યો હોય, યોનિને ધારણ ન કરી હોય, કે કોઈ કુળ બાકી રહ્યું હોય, કે કોઈ સ્થાન જે વાલાગ્રભાગ જેટલું પણ જન્મમરણાદિ ઘણી વખત પામ્યો ન હોય એવું જીવો માટે પ્રાયઃ ન બન્યું હોય અર્થાત્ દુઃખની પરંપરાને સર્વત્ર જન્માદિ દુઃખોને જીવ અનેક વખત પામ્યો છે.
જીવે ચારે ગતિમાં સૌથી વધારે કાળ તિર્યંચ ગતિમાં પરિભ્રમણ કર્યું છે. તે ગતિ અતિ વિશાળ છે. તેમાં સૂક્ષ્મનિગોદથી અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના જીવો આવી જાય, તેનું ક્ષેત્ર પણ વિશાળ સમગ્ર ૧૪ રાજલોક સુધી. જ્યારે મનુષ્યગતિ માત્ર અઢીદ્વીપ (૪૫ લાખ યોજન પ્રમાણ) ક્ષેત્રમાં જ છે. જયાં મનુષ્ય જન્મ-મરણ પામી શકે છે. લબ્ધિ વિદ્યાથી નંદીશ્વર દ્વીપકે મેરુપર્વત સુધી જઈ શકે પણ જન્મ-મરણ કે સિદ્ધ પામવાનું ક્ષેત્ર માત્ર અઢી દ્વીપ. (૪૫ લાખ યોજન પ્રમાણક્ષેત્ર) ત્યાંથી જ સર્વ મનુષ્યો સિદ્ધપણાને પામી શકે અર્થાત્ પોતાની સત્તાગત આત્મપ્રદેશની સ્થિરતા
અજીવ તત્વ | 117
Page #135
--------------------------------------------------------------------------
________________
અને કાયમી આત્મગુણ રમણતા ને ઊર્ધ્વગમન ગતિ પ્રગટ કરી તે લોકાન્ત સદા સ્થિરતારૂપ સિદ્ધ ગતિને પામી શકે. હજી આપણો આત્મા અઢીદ્વીપ સિદ્ધક્ષેત્રમાં પણ જે આર્યક્ષેત્ર-આર્યકુળ છે તેમાં પણ જિન બનવા રૂપ જિનકુળ અને જિનધર્મની પ્રાપ્તિ થવા છતાં સિદ્ધ થવાના પુરુષાર્થમાં સંપૂર્ણ રત થવાને બદલે પુદ્ગલ ગ્રહણ પરિગ્રહાદિમાં જ જીવનનો કિંમતી સમય પસાર કરે છે અને જ્યાં સુધી કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી ગતિ જન્ય કર્મ બંધ ચાલુ રહેશે. કારણ કે જ્યાં સુધી મોહની હાજરી ત્યાં સુધી આત્મા પોતાના શુદ્ધ સ્વભાવમાં નહીં, ત્યાં સુધી થતી મન-વચન કાયાની પ્રવૃત્તિ શુભ કે અશુભ રહેશે અને તે નિમિત્તે તેને બંધ પણ રહેશે. કેવલી પોતાના સ્વભાવમાં સંપૂર્ણ આવી જાય પછી તેની મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરે છતાં ગતિકર્મનો બંધ ન પડે કારણ કે ભાવથી આત્મા પોતાના સ્વભાવમાં જ ગતિ કરે છે તેથી તેને ગતિ કર્મનો બંધ ન થાય.
સૌથી મોટો પ્રમાદ પોતાને પોતાની સત્તાગત્ સિદ્ધ અવસ્થાનું અને ઉદયગત અશુદ્ધ અવસ્થાનું ભાન ન હોય, પોતે કોણ? ક્યાંથી આવ્યો? ક્યાં જવાનો? તે પણ તેને ભાન ન હોય.
પુદ્ગલભાવ નિમિત્તે જ આત્માને ચાર ગતિમાં લઈ જનાર ગતિ નામ કર્મબંધ બંધાય. આયુષ્ય એકવાર જ બંધાય અને ગતિનામ કર્મ ચારે ગતિનું બંધાય. જે જે ગતિમાં અધ્યવસાયવાળો જીવ બને તે તે ગતિ કર્મ બંધાય. આપણા કર્મના ઉદય વખતે જે તે ગતિ કર્મ પણ ઉદયમાં આવી જીવને તે ભવમાં લઈ જવામાં સહાયક બને.
આચારંગ શાસ્ત્રમાં પરમાત્મા મહાવીર દેવ ફરમાવે છે કે પસિં સંજ્ઞા નવફા મોટાભાગના જીવોને તે ભાન નથી કે પોતે કઈ દિશામાંથી આવ્યો ને કઈ દિશામાં જવાનો છે? જીવ ૧૮ દ્રવ્ય દિશા અને ૧૮ ભાવદિશામાં ભટકી રહ્યો છે.
૧૮દ્રવ્ય દિશાઃ • ૪ દિશા – પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ • ૪ વિદિશા - અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ઈશાન • ૪ વિદિશા એના અંતરાની ૮ દિશા. • ઊર્ધ્વને અધો દિશા.
118 | નવ તત્ત્વ
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૮ ભાવ દિશા : મનુષ્યની ૪ દિશા : ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ, પ૬ અંતરદ્વીપ,
સંમૂર્છાિમ મનુષ્યો. તિર્યંચની ૪ દિશા : બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેંદ્રિય.
સ્થાવકરકાયની ૪ દિશા : પૃથ્વી, અપુ, તેલ, વાલ વનસ્પતિની ૪ દિશા : મૂલ, અગ્ર, પર્વને સ્કંધ અધો ને ઊર્ધ્વની ર દિશા : નારક અને દેવ
આત્માનો સ્વભાવ ઊર્ધ્વગતિ કરવાનો છે છતાં એ આ ૧૮ દ્રવ્ય અને ૧૮ ભાવ દિશામાં ભટકે છે. ત્રણ નામકર્મના કારણે ઈચ્છા મુજબ ગતિ કરી રહ્યા છીએ. ૨૦૦૦ સાગરોપમ કાળ સુધી ત્રસકાય મળે એટલામાં જો આ ત્રસ નામકર્મનખપાવે તો ફરી સ્થાવરકાયમાં જવું પડે. બધે જ મર્યાદિત સમય છે, માત્ર મોક્ષમાં કાયમી સ્થિરતા છે. એટલે જ હવે કારણ વગર ગતિ ન કરે ને હસતા હસતા નહીં પણ રડતા રડતા હેય માની કમાવા વગેરેનો વ્યવહાર કરે, માટે જ જિનઆજ્ઞા પ્રમાણે કાર્ય કરવાનું છે. દરેક કાર્યમાં જિનની આજ્ઞાને મહત્તા આપીને વ્યવહાર કરવાનો છે.
શાસ્ત્રકારોએ મોક્ષ પ્રથમ શબ્દ અને ધ્યાન શબ્દ છેલ્લો મૂકી એ બે શબ્દોમાં આત્મહિતની વાત મૂકી છે. મોક્ષ એટલે પરથી છૂટા થવાનું ને સ્વ સાથે જોડાવું. તે ધ્યાનની પ્રક્રિયા છે. ચારે ગતિમાં ભાન આવવું એ શક્ય છે પણ ભાન પ્રમાણે પૂર્ણ સંયોગ સંબંધોથી પૂર્ણ છૂટવું અને પૂર્ણ આત્માના ગુણોમાં પ્રવર્તવું એ માત્ર મનુષ્યભવમાં જ શક્ય છે માટે જ દેવો પણ મનુષ્યભવને ઝંખે છે. આત્માનું હિત એટલે શું?
સ્વયં પીડા ન પામવી ને પરપીડામાં નિમિત્ત ન બનવું એ જ જીવનો પરમ સ્વભાવ છે અને તેમાં જ આત્માનું હિત છે માટે સાધુ સુખિયા ભલા એમ કહેવાય છે. તેઓ વર્તમાનમાં શું કરે છે? મારે દુઃખ વેઠવું નથી એવા પરિણામ છે એટલે મારે કોઈને દુઃખ આપવું નથી એવા પરિણામ પણ છે. એટલે અંતરમાં પીડા ન આવી શકે. એની માટે મોહના ઉદયને નિષ્ફળ કરવો જ પડે. અસાતાનો ઉદય એ દ્રવ્ય પીડા છે અને મોહનો ઉદય થવો એ ભાવ પીડા છે. સાતા-અસાતા બન્નેના ઉદયમાં આત્મા મોહથી રહિત બની જાય તો સમતામાં રહે. કેવલીના આત્મા મોહથી રહિત
અજીવ તત્વ | 119
Page #137
--------------------------------------------------------------------------
________________
છે, વીતરાગતા છે માટે ભયંકર અસાતાના ઉદયમાં પણ સમતામાં રહે છે અને તીર્થંકર પરમાત્માને પણ પ્રકૃષ્ટ પુણ્યનો ઉદય છે, છતાં મોહ નથી, તેથી તેઓ પણ સમતામાં છે.
પર સંગ કરવાનું કારણ મોહનો ઉદય:
મોહ પીડા રૂપ લાગતો નથી, ગમે છે અને એના વિના ચાલતું નથી. મોહના ઉદયના કારણે જ જીવ પર સંગને ઈચ્છે છે. પણ વાસ્તવમાં સ્વભાવે તો એ નિઃસંગ છે. સંગ છોડે નહીં ત્યાં સુધી તે જંગલમાં જાય તો પણ હિત ન થાય. અસંગ અનુષ્ઠાનમાં જવા માટે પ્રીતિ, ભક્તિ ને વચન એ ત્રણ અનુષ્ઠાન એની ભૂમિકા તરીકે મૂકાયેલા છે. પ્રીતિનું ફળ ભક્તિ, ભક્તિનું ફળ વચન અને વચનનું ફળ અસંગ છે. મોહને ફેરવવા માટે પ્રથમના બે અનુષ્ઠાન મૂક્યા. આત્માના અનુભવ માટે વચનાનુષ્ઠાનરૂપ સામાયિક મૂક્યું. તેનું ફળ શું? સંસારથી બે ઘડી માટે અસંગ બની (અલિપ્ત બની) વીતરાગતાના અંશને અનુભવવો એ સામાયિકનું ફળ છે. વચન અનુષ્ઠાનરૂપ સામાયિક લીધું ને બે ઘડી માટે બધા સ્નેહીના સંગથી છૂટયા એનો આત્મામાં હાશકારો થાય તો તે વચન અનુષ્ઠાનરૂપ બને, પણ વર્તમાનમાં મોટા ભાગે આત્માનું લક્ષ ન હોવાના કારણે સામાયિક પારતા હાશકારો થાય છે. વચનાનુષ્ઠાનમાં રહેલા પણ શ્રાવક જો બે ઘડીમાં આત્માનો આંશિક અનુભવ કરે તો સાધુની તો વાત જ શું? એ પરમ આનંદમાં જ હોય. વ્યવહારથી બીજા સાધુ ભગવંતો સાથે રહ્યો હોય, ઉચિત વ્યવહાર પણ કરે પણ છતાં એ એની મસ્તીમાં જ મસ્ત હોય. પોતાના સ્વરૂપને પકડીને સ્વભાવમાં સ્થિર થઈ જવાનું છે અને એને માટે સામાયિક સૂત્રથી માંડીને ૧૪ માં પૂર્વ લોકબિંદુસાર સુધીનો સ્વાધ્યાય કરવાનો છે અને એના દ્વારા આત્માનો નિર્ણય કરવાનો છે ને એમાં સ્થિર થઈ જવાનું છે. સંગમના ર૦ ઉપસર્ગ વખતે પરમાત્માએ રુક્ષ પુદ્ગલનું ધ્યાન ધર્યું કારણ જે પુદ્ગલને છોડી દેવાનું છે એમાં જ હજી આત્મા રહ્યો છે અને સત્તામાં રાગ રહ્યો છે, હજી વીતરાગ થયા નથી. સત્તામાં રહેલા રાગને કાઢવાનો છે. રાગ પુદ્ગલ પર થાય છે તેથી પુદ્ગલનું ધ્યાન કરી આત્મા સાથે અભેદ અને પુદ્ગલ સાથે ભેદ કરવાનો છે.
ધર્માસ્તિકાયનું સ્વરૂપ કેવું છે?
સ્વયં ગતિ કરતું નથી પણ એનો સ્વભાવ બીજાને ગતિમાં સહાયક થવાનો 120 | નવ તત્ત્વ
Page #138
--------------------------------------------------------------------------
________________
છે. આના પરથી પદાર્થ એ લેવાનો છે કે આપણે સ્વરૂપમાં સ્થિર થઈ જવાનું છે અને મોક્ષ માર્ગની સાધના કરવાની છે અને બીજાને પણ મોક્ષ માર્ગમાં જ સહાયક બનવાનું છે. સંસ્કાર, સંસ્કૃતિ, દેશ, સમાજ વગેરેની રક્ષા કરવાની વાત પણ સાધુએ આત્માને લક્ષમાં રાખીને મર્યાદામાં રહીને જ કરવાની છે. કારણ એણે તો સર્વ સાવદ્યયોગના ત્યાગના પચ્ચક્કખાણ કર્યા છે એથી એણે પ્રધાન આરાધના મોક્ષ માર્ગની કરવાની છે. એને છોડીને એ બીજામાં પડે તો પાપ જ બાંધે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ અરૂપી, અજીવ દ્રવ્ય અને અખંડ દ્રવ્ય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી છતાં ધર્માસ્તિકાય સ્વ સ્વરૂપને છોડયા વિના જીવ, પુદ્ગલને ગતિમાં સહાય કરે અને અધર્માસ્તિકાય સ્થિતિમાં સહાય કરે જ્યારે જીવ દ્રવ્યનો સ્વભાવ સ્વ ગુણોમાં રમણતા કરવી અને સ્વ સ્વરૂપમાં સ્થિર થવું ને બીજાને સ્થિરતામાં મદદ કરવી તે છે. પણ આપણે તેમાં શું કરીએ છીએ? આત્માનો માત્ર ઊર્ધ્વગતિનો જ સ્વભાવ છે છતાં વર્તમાનમાં એ આડી અવળી બધી જ દિશામાં જાય છે. કોઈ દિશા નક્કી નથી. બધી દિશામાં ન જવા માટે જ્ઞાનીઓએ આપણા માટે દિલ્પરિમાણ વ્રત રૂપ વ્યવહાર મૂક્યો છે. એક સ્થાનથી બીજા સ્થાને જવું તે દ્રવ્યથી વ્યવહાર ગતિ છે. આત્માનું સ્વ જ્ઞાનાદિ સ્વભાવ પ્રમાણે વર્તવું તે ભાવથી ઊર્ધ્વગતિ છે. • આત્માની ઊર્ધ્વગતિ એટલે શું?
આત્મા અભિસંધિ વીર્યની મદદથી ગતિ કરે છે. આત્મવીર્યને જ્ઞાનગુણમાં, દર્શનગુણમાં, ચારિત્ર તપમાં પ્રવર્તમાન કરવું તે આત્માની ભાવથી ઊર્ધ્વગતિ છે, તે સ્વભાવગતિ છે. દ્રવ્ય ગતિને આત્મા પરિમિત કરી શકે છે પૂર્ણ નહીં રોકી શકે કારણ દેહાદિ સંયોગો અને એનો સદા માટે ત્યાગ નથી થયો. શ્રાવક દેશથી અને સાધુ સર્વ સંયોગોનો ત્યાગ કરવા વડે એ સર્વથી વિરતી કરી શકે. ધારણાનો વાસ્તવિક લાભ ક્યારે થાય? ઉપયોગ આવે કે મારો સ્વભાવ માત્ર ઊર્ધ્વગતિનો છે ને તે હું ક્યારે કરી શકું? કર્મ, કષાય ને કાયાનો સંપૂર્ણ ત્યાગ થાય ત્યારે મુક્ત થયો કહેવાય.
જ્યાં સુધી કર્મ, કષાય, અને કાયાથી સંપૂર્ણ મુક્ત ન થાય ત્યાં સુધી આત્માની સહજ ઊર્ધ્વગતિ થવાની નથી તો આશ્રવ ભાવમાંથી અટકાવવા માટે સાધુ-શ્રાવક માટે પણ પ્રયોજન વિના ગતિ કરવાનો નિષેધ છે. આથી મુનિએ સદા ઉત્સર્ગે
અજીવ તત્વ | 121
Page #139
--------------------------------------------------------------------------
________________
અને અપવાદે સમિતિમાં ગુમિમાં રહેવાનું અને શ્રાવકે વ્રત પરિણામમાં રહેવાનું છે. શ્રાવકના ૧૨ વ્રત ગ્રહણ કરવાવડે પ્રયોજન વિનાના વ્યવહારો બંધ. જેટલી મર્યાદામાં રહેવાય તેટલો રહે. ચોમાસાના ચાર મહિના તો દેવ-ગુરુ-દર્શન-વંદન-જિનવાણી શ્રવણ સિવાય શ્રાવક કયાંય જાય નહીં અને ઘરે પૌષધશાળામાં પૌષધમાં સામાયિક ભાવમાં રહી સમતા ભાવને સાધવા સ્વાધ્યાય, ધ્યાન, વૈયાવચ્ચ, પરમાત્મા ભક્તિ આદિના આશ્રય કરી સ્વસ્વભાવમાં સ્થિર થવા વડે જ ભાવથી આત્માની ઊર્ધ્વગતિ કેળવવાનો પ્રયત્ન કરે. તેથી જ કૃષ્ણ મહારાજાએ નેમનાથ પ્રભુ પાસે ચાર મહિના ઘરની બહાર નહીં જવાનો અને કુમારપાળ મહારાજે પણ ચાર મહિના નગર બહાર નહીં જવાના વ્રત દ્વારા પ્રયોજન વિનાની ગતિ પ્રવૃત્તિ રોકી હતી.
ધર્મ પ્રવૃષ્ટ કયારે બને??
શુદ્ધ ઉપયોગ જેમ જેમ પ્રકૃષ્ટ બને તમે તેમ ધર્મનું પ્રકૃષ્ટ ફળ મળે છે. સાધુને જ્ઞાન-દર્શન-ચારિત્રના કારણ વિના ગતિ કરવાની નથી. શક્તિ ને સામર્થ્ય હોય તો કાઉસ્સગ્ગ ધ્યાનમાં જ રહેવાનું છે. ઉત્સર્ગે ગુપ્તિ માર્ગ છે, અપવાદે સમિતિ છે. માટે સાધુને ગુમેન્દ્રિય કહ્યા. આથી બાહુબલી ઉત્સર્ગમાર્ગની આરાધનારૂપે ૧ વર્ષ કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા. માન છોડી જેવા વંદન માટે પગ ઉપાડયા કે તરત કેવલજ્ઞાન પ્રગટ થયું. શ્રાવકે પણ એ જ ઉપયોગ મૂકવો કે ઊર્ધ્વગતિ સ્વભાવ છે તો કારણ વગર ભટકવાનું નથી. શ્રાવક અર્થ દંડના પ્રયોજને ગતિ કરે પણ અનર્થદંડના પ્રયત્નો ન કરે, એનાથી તો મોહને જ પુષ્ટ કરવાનું કાર્ય થશે. સામાયિક, પૂજા આદિ કરવામાં કોઈ અંતરાય કરી શકે પણ આત્મામાં ધર્મ કરવામાં કોઈનો પ્રતિબંધ નથી. વ્યવહાર ધર્મ નથી કરી શકતા તો જે બાધક બને છે એના પ્રત્યે દ્વેષ કર્યો તો અંતરાય કર્મ ઘટયો કે વધ્યો? અંતરાય કર્મ બાંધ્યા છે તે નડે છે અને ફરી રાગ-દ્વેષ કરીને નવા અંતરાય બાંધવાનું કાર્ય કરે છે. સામાયિક લઈને સમતામાં રહેવાનું હતું તો હવે સામાયિક વ્યવહારથી લઈ શકતા નથી તો નિશ્ચયથી સમતાના પરિણામો પ્રગટાવવાનો હું પ્રયત્ન કરું અર્થાત્ રાગ-દ્વેષને આધીન ન થાઉં તો અંતરાય તૂટે અને સામેની વ્યકિતના પણ પરિણામ ફરી જાય ને એ અંતરાય નહીં કરે.
નિજ સ્વરૂપે જે ક્રિયા સાથે તે અધ્યાત્મ લહીયેરે, જેકિરિયા કરી ચઉગતિ સાથે તેને અધ્યાત્મ કદીયેરે.
(શ્રેયાંસનાથ સ્તવન) (પૂ. આનંદઘનજી મહારાજ) 122 | નવ તત્ત્વ
Page #140
--------------------------------------------------------------------------
________________
જે આત્માના સ્વભાવને સમજીને ક્રિયા કરે તેને જ અધ્યાત્મની પ્રાપ્તિ થાય, નહીં તો ધર્મક્રિયા કરીને પણ ચાર ગતિમાં ભટકવાનું થાય. જેમ બાહુબલિને એક વર્ષ કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા તો પણ કેવલજ્ઞાન ન થયું પણ ઋષભ પ્રભુના કહેવાથી બ્રાન્ડી-સુંદરી બહેન સાધ્વીઓ દ્વારા “ગજ થકી વીરા દેડા ઉતરો તે સાંભળતાં પોતે માન કષાયને આધીન બનીને કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઉભા છે તે ખ્યાલ આવતા માન કષાયને તોડવા જેવા પગ ઉપાડયા કે તરત કેવલજ્ઞાન પ્રગટયું. જે ગુણિમાં કેવલજ્ઞાન ન થયું તે ચાલતા થયું અર્થાત્ ચાલવાનો વ્યવહાર શુદ્ધ હોય, પ્રયોજન વિનાનો ન હોય, અને જીવદયાના વિશુદ્ધ પરિણામ પૂર્વક નો હોય તો ચાલતા પણ નિર્જરા-કેવલજ્ઞાન પ્રાપ્ત થાય. ઉપયોગની શુદ્ધિથી વ્યવહાર શુદ્ધ થાય.
સ્વભાવનો ઉપયોગ ન હોય તો તેને ચાર ગતિમાં ભટકવાનું આવશે તેમાં પણ સૌથી વધારે તિર્યંચગતિમાં ભટકવાનું આવશે. મનુષ્યભવમાં આત્મા સર્વથા પ્રમાદને દૂર કરી શકે છે. તિર્યંચો ખૂબ અલ્પ પ્રમાદને દૂર કરી શકે છે. તિર્યંચો અનશન કરી શકે, ચારે આહારનો ત્યાગ કરી અપૂર્વ પુરુષાર્થ ફોરવે છે છતાં એને ૬ઠું ગુણ સ્થાનક સ્પર્શતું નથી. ગૌતમ સ્વામી પ્રમાદી ન હતા છતાં પણ પરમાત્માએ એમને વારંવાર સમય ગોયમ મા પમાયએ કહ્યું. કેવલીને ઉદ્દેશીને દેશના અપાય જ નહીં કારણ તેઓ પૂર્ણ ધર્મમય બની ચૂક્યા છે. જે ધર્મમય પૂર્ણ બન્યા નથી તેમને ઉદ્દેશીને દેશના અપાય છે અને ગૌતમ સ્વામી ઉત્તમમાં ઉત્તમ યોગ્ય પાત્ર હતા અને સર્વજ્ઞ બનવાની અપૂર્વ ઝંખના હતી પણ એમને પ્રભુ પ્રત્યે રાગ હતો એટલે એ પ્રમાદ હતો માટે એમને ઉદ્દેશીને પ્રભુએ કહ્યું. ગૌતમ સ્વામીનું અભિમાન એમને સમર્પિત શિષ્ય બનાવનારું થયું. વિલાપ એ વીતરાગતાનું કારણ બન્યું ને રાગ એ આજ્ઞા પાલન માટે થયો. જેથી અંતિમ ઘડીએ પ્રભુના આદેશથી દેવશર્માને પ્રતિબોધ માટે ગયા એ આજ્ઞાની આરાધના કેવલજ્ઞાનનું કારણ બની.
જેનો સામાયિક ભાવ ખંડિત નથી તેને પ્રતિક્રમણ નથી. કેવલીભગવંતોનો સામાયિક ભાવ અખંડિત છે માટે પ્રતિક્રમણ નથી કરતા. આપણો ભાવ શું હોય? સ્વભાવમય બનવું એ આપણો ભાવ સતત રહેવો જોઈએ. ૪થા ગુણઠાણે ભાવધર્મ જ હોય. ૪થે સમ્યગ્દર્શનના કારણે એ સ્વભાવની રુચિ અને હવે એને જ્ઞાનાદિ ગુણની પૂર્ણતાનો ભાવ છે માટે ભાવધર્મ એ ધર્મની બીજ અવસ્થા છે જે આગળ
અજીવ તત્વ | 123
Page #141
--------------------------------------------------------------------------
________________
જતા મોટું વૃક્ષ બની જશે એટલે પૂર્ણતા આવી જશે. ઉમે ગુણઠાણે પ્રમાદને દૂર કરી શકે છે પણ ત્યાં કાળ અલ્પ છે એનો દીર્ઘકાળ સુધી આત્મા અભ્યાસ કરે પછી એ આગળ જતા શ્રેણી માંડી શકે છે તે પ્રમાદથી રહિત બની શકે છે. સર્વાર્થ સિદ્ધમાં આત્મા ૩૩ સાગરોપમ સુધી વિચારણા રૂપ તત્ત્વ રમણતા કરી શકે છે પણ એનાથી આગળ કાંઈ કરી શકતા નથી માટે જ મનુષ્યભવની વિશેષતા છે કે મનુષ્ય મુનિપણામાં સ્વની પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે માટે જ દેવો પણ મનુષ્યને નમસ્કાર કરે છે દેવાવિ તં નમસંતિ જસ્ટ ધએ સયા મણો દશવૈકાલિકમાં વાત મૂકી.
મનુષ્યભવમાં આપણે ભવનો ભાવ ટળી જાય એ કરવાનું છે. સ્વપ્નમાં પણ હવે ભવનો ભાવ ન આવે એ રીતે સર્વજ્ઞ પરમાત્માના તત્ત્વનો નિર્ણય થવો જોઈએ, સ્વભાવનો જ ભાવ છે તે સિવાય હવે બીજું કશું જ ન હોવું જોઈએ. માટે જ યોગશાસ્ત્રમાં આપણી પરમ જાગૃતિ માટે કલિકાલસર્વજ્ઞ ભગવંતે પ્રથમ શબ્દ મોક્ષ લખ્યો ને છેલ્લે ધ્યાન શબ્દ લખ્યો. પરથી મોક્ષ કરવાનો છે ત્યારે જ ધ્યાન આવશે અને તે માટે સૌ પ્રથમ ભેદજ્ઞાન જરૂરી છે, પછી જ જ્ઞાન ધ્યાન સ્વરૂપ બનશે. आत्मज्ञानफलं ध्यान, मात्मज्ञानं चं मुक्तिदम्।
(અધ્યાત્મસાર) આત્માની દ્રવ્યગતિઃ
આત્માની મૂળ ગતિ ઊર્ધ્વ જ છે પણ હવે એ પુદ્ગલના સંયોગવાળો આત્મા પુદ્ગલને અનુસાર આડી અવળી ગતિ કરે છે. આત્મા જ્યારે સર્વ પર પુદ્ગલ સંગથી રહિત થશે ત્યારે તે માત્ર ઊર્ધ્વ ગતિ કરી શકશે અને લોકાંતે પહોંચશે. મારી હવે આ જ ઊર્ધ્વ ગતિ છે તે નિશ્ચય થવો જોઈએ. તે સિવાયની તમામ બીજી બધી ગતિ પુદ્ગલના આધારે જ થતી હોય છે અને તે હેય જ માનવી પડે, પછી હોંશે હોંશે ગતિ ન જ થાય. પરમાત્માનો માર્ગ એવો સિદ્ધ થયેલો છે કે જેની આરાધના કરવાથી સિદ્ધિ મળી જ જાય. તો તેવા સિદ્ધ થયેલા જિનમતને (જિનશાસનને) તમે પ્રયત્નપૂર્વક નમો. જિનમતના પ્રભાવે સદા જ્ઞાનના ફળ રૂપે સંયમ અને આનંદની વૃદ્ધિ થાય. આત્માની મૂળ ગતિ ઊર્ધ્વ છે અને કર્મ-કાયા ઈન્દ્રિયને વશ થઈ પુદ્ગલની આડી અવળી ગતિ કરવા વડે અસંયમ કરે છે તેમાંથી છૂટવા જ્ઞાનિઓએ સંયમાનુષ્ઠાન દ્વારા ઊર્ધ્વ ગતિમાં આવવાનું અદ્ભુત માર્ગ બતાવ્યો છે. 124 | નવ તત્ત્વ
Page #142
--------------------------------------------------------------------------
________________
‘સિદ્ધ ભો પયઓ ણમો જિણમએ નંદિ સયા સંજમે.'
માટે જ દીક્ષા લઈને કેવલજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી કાઉસ્સગ ધ્યાનમાં રહે એવા આત્માઓ હવે પુદ્ગલની પરાધીનતા સ્વીકારવા તૈયાર નથી. જેમકે ૬ મહિના ઉપવાસની વાત છે તેમ ૬ મહિના કાઉસ્સગ્ગ ધ્યાનમાં પણ રહી શકાય. આપણે માત્ર તપ માટે જ આ વાત સ્વીકારી પણ આ વાત દરેકમાં લાગુ પડે છે.
આત્માની ભાવથી ઊર્ધ્વગતિ:
પોતાના આત્મ વીર્યને પોતાના ગુણોમાં પ્રવર્તમાન થવામાં બાધક એવા મોહને દૂર કરવો એ ભાવથી ઊર્ધ્વગતિ છે. ગુણો તો આત્મામાં છે જ બહારથી લાવવાના નથી પણ મોહનો હવે સ્પર્શ જ ન કરવો તેથી એ રિસાઈ જશે ને ચાલ્યું જશે. સંગમે વીસ-વીસ ઉપસર્ગો કર્યા તો પણ પરમાત્માએ ક્રોધ ન કર્યો તેથી ક્રોધને રીસ ચડી કે આટલા નિમિત્તો મળ્યા તો પણ પ્રભુએ મને યાદ પણ ન કર્યો તો હવે અહીં રહીને શું કરું? પરમાત્માએ ખુમારી પ્રગટાવી. આપણે પણ એના જ વંશજો છીએ તો આપણે પણ આ ખુમારી પ્રગટ કરવાની છે. વાણિયાની ખુમારી જગતમાં વખણાય છે. આખે આખી રાજસત્તાને વાણિયાઓએ ઉથલાવી દીધી છે પણ પોતાના ઘરમાં જ એને ખુમારી કામ આવી શકતી નથી, માટે મોહને હવે ઓળખવાની જરૂર છે એ આપણી પાછળ પડછાયાની જેમ ચાલે છે માટે ઓળખતા નથી. પરમાણુ સતત ગતિ કરવાના સ્વભાવવાળા જ છે અને આપણે વર્તમાનમાં એને આધીન બની ગયા છીએ માટે ૧૮ દ્રવ્ય ને ભાવ દિશામાં ભટકી રહ્યા છીએ. માટે હવે આ ઉપયોગ આવી જાય તો જિનની આજ્ઞાનો ઉપયોગ મૂકવાથી આશ્રવની તમામ ક્રિયાઓ આશ્રવરૂપ નહીં બને, પછી સંસારની તમામ ક્રિયાઓ ઔચિત્ય વ્યવહાર રૂપ બનશે. તો જિનને યાદ કરો, જિનની આજ્ઞાને યાદ કરો તથા ઔચિત્ય વ્યવહાર કરી હવે આત્માની ઊર્ધ્વગતિ કરો. જે વ્યવહારમાં રાગ-દ્વેષની પુષ્ટિ ન થાય - મજબૂત ન બની જાય પણ એ ધીમે ધીમે ઓછા થતા જાય તે જ ઔચિત્ય વ્યવહાર છે. ઘણીવાર આપણે વ્યવહારની ઉપેક્ષા કરીએ તો એમાં દ્વેષનો ભાવ વધી જાય છે. મર્યાદામાં રહીને જ્યાં આપણી જવાબદારી છે ત્યાં ઉપેક્ષા નથી કરવાની. ત્યાં વિચારવાનું છે કે મારા રાગ-દ્વેષ વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે?
પુદ્ગલ દ્રવ્યનો પરસ્પર જોડવાનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ કોઈની સાથે જોડાવાનો નથી છતાં અનાદિથી પુદ્ગલ સાથે આત્મા જોડાયો છે, તે સંસારયોગ છે
અજીવ તત્વ | 125
Page #143
--------------------------------------------------------------------------
________________
અને તેનાથી આત્મા છૂટી જાય ત્યારે તે મોક્ષયોગ. પુદ્ગલ સાથે જોડાવાના કારણે આપણે આપણા સ્વભાવને ભૂલી ગયા છીએ.
પર સંયોગી જ્યાં લગી આત્મા ત્યાં સુધી સંસારી કહેવાય એટલે શરીર સાથે, કર્મ સાથે રહેલા તમામ આત્માઓ સંસારી કહેવાય. તેને સિદ્ધ નથી કહેવાતા. પછી તે તીર્થકરનો આત્મા હોય કે પછી કેવલીનો આત્મા હોય બધા જ સંસારી કહેવાય. આત્માઓ પોતાના સ્વભાવ ને સ્વરૂપ પ્રમાણે ન વર્તે તે જ સંસારી. કેવલીના આત્માઓ સ્વભાવ પ્રમાણે પૂર્ણ વર્તે છે છતાં સ્વરૂપ પૂર્ણ પ્રગટ નથી. કારણ અનંત વીર્યનો ઉપયોગ તે પોતાના ગુણોમાં તો કરે જ છે પણ હજી મનવચન અને કાયાએ ત્રણ યોગમાં પણ વીર્યપ્રવર્તમાન થાય છે એટલે પુદ્ગલ ગ્રહણ કરવા પડે ને છોડવા પડે છે. આત્માની જે પ્રવૃત્તિ નથી પણ તે તેમને કરવી પડે છે માટે એમને પણ એક સમયનો બંધ થાય. પર (શરીર) નો સંબંધ ઉભો છે એનો વ્યવહાર હજી ઉભો છે માટે કર્મબંધ છે. જે કેવલી બન્યા છે, સંપૂર્ણ મોહથી મુક્ત બન્યા છે તેમને પણ કર્મસત્તા માફી આપતી નથી તો આપણી શું દશા? કર્મસત્તા કોઈને પણ છોડતી નથી. તે પૂર્ણ ન્યાયી સત્તા છે. બધા પર એનું ચાલે. તીર્થકરો અને કેવલીના આત્માઓ પર પણ હજી કર્મસત્તાની જોહુકમી ચાલે છે, કારણ એ પોતાનું પૂર્ણ કર્તવ્ય નથી કરતા માટે.
sએ દ્રવ્યો અપ્રવેશી છે:
૬એ દ્રવ્ય પોતાનું સ્વરૂપ ને પોતાના સ્વભાવને છોડીને બીજામાં પ્રવેશ કરતા નથી. અશુદ્ધ જીવ દ્રવ્ય સ્વ સ્વભાવ પ્રમાણે વર્તતો નથી એની માટે વ્યવહાર જિનઆજ્ઞા આવી. જે કેવલી બની ગયા તેમની માટે આજ્ઞા નથી. જે જીવો પરમાં પ્રવેશ કરી ચૂક્યા છે અર્થાત્ પુદ્ગલના સંયોગના કારણે આત્માના શુદ્ધ પરિણામો દબાઈને પુદ્ગલના પરિણામરૂપ થઈ ગયા છે તેઓ આત્મા પુદ્ગલના પરિણામોને પોતાના માનીને તે પ્રમાણે પરિણમવાના પ્રયત્નવાળા બને છે તો તેનાથી છૂટવા માટે કે વ્યવહારથી તેમને છોડવા માટે પંચાચાર રૂપ વ્યવહાર માર્ગ જ્ઞાનીઓએ મૂક્યો છે. નિશ્ચયથી તો કોઈ દ્રવ્યમાં કોઈ પ્રવેશી શકતા નથી એ સનાતન નિયમ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય ત્રણે અરૂપી અખંડ સ્વરૂપે એક જ છે. કેવલી સિવાય એનો ભેદ કોઈ નહીં પાડી શકે. ત્રણે દ્રવ્ય સ્વભાવથી ભિન્ન છે. આત્મા ને પુદ્ગલ એકમેક બની ગયા છે છતાં સ્વભાવથી ભિન્ન જ છે. આ 126 | નવ તત્ત્વ
Page #144
--------------------------------------------------------------------------
________________
નિશ્ચય થઈ જાય તો સંયોગ સંબધથી દૂધ-પાણીના જેમ એકમેક થઈ ગયા છે છતાં બન્ને દ્રવ્યો સ્વભાવથી અને સ્વરૂપથી ભિન્ન છે. આ નિશ્ચય થઈ જાય તો આત્મા પુદ્ગલ સ્વભાવમય બનતા અટકી શકે અને આત્મા પોતાની પૂર્ણ મસ્તીમાં રહી શકે. ખાત્રી આ થઈ જાય ને રુચિ આવી જાય તો પુરુષાર્થ કરવામાં આત્મા કાંઈ કચાશ નહીં રાખે.
શ્રદ્ધાથી સાહસ અને સાહસથી સિદ્ધિ. ખાત્રીપૂર્વકની શ્રદ્ધા થાય તે જ સાહસ કરી શકે. રત્નો મેળવવા મરજીવા બનવું જ પડે. જિનવચન એ જ તત્ત્વ છે એ ખાત્રી પ્રતીતિના સ્તર પર આવી જાય પછી આત્માના ઉપયોગમાં રહેવાનો વિશેષથી ઉપયોગદઢ કરે. સાધુ-સાધ્વી વિહાર કરે ત્યારે તેઓ જયણાના ઉપયોગમાં હોય તો જીવદયાના શુદ્ધ સ્વ-પરના પરિણામમાં રમતા હોય તો નિર્જરા થાય જ. બોલતા મુહપતિનો ઉપયોગ, મૌનમાં જ રહે તે સંવરભાવ છે. પણ જો વાતાવરણની અસરમાં કે શરીર સાથે રહે અને ક્યારે રસ્તો પૂરો થાય તેવા વિકલ્પોમાં રહે તો કર્મબંધ કરે. જિનાજ્ઞાના ઉપયોગમાં રમવું એટલે જ જ્ઞાન, દર્શન, ચારિત્રના ઉપયોગરૂપ સ્વભાવમાં રહેવું. ઊર્ધ્વગતિમાં કર્મ બંધ ન થાય. • મનુષ્ય લબ્ધથી કયાં સુધી ગતિ કરી શકેં??
પુદ્ગલના દસ પરિણામ અને પુદ્ગલ અને જીવના પણ દસ પરિણામ એ બે મિશ્ર થઈ ગયા છે, ને જીવના મૂળભૂત દશ પરિણામો તો પાછા અલગ જ છે. મનુષ્ય લબ્ધિથી મેરુની ચૂલિકા સુધી જઈ શકે તે તિચ્છ રુચક દ્વીપ સુધી જઈ શકે. અઢીદ્વીપની અંદરથી કોઈપણ ક્ષેત્ર કે સમુદ્રમાંથી ઊર્ધ્વગતિ કરી શકે પણ અઢીદ્વિીપની બહારથી ઊર્ધ્વગતિ નહીં કરી શકે. વિદ્યાધર મનુષ્યો, જંધાચારણ, વિદ્યાચારણ મુનિ અને આકાશગામીની વિદ્યાવાળો મનુષ્ય તેરમા રુચકદ્વીપ સુધી તિચ્છ જઈ શકે છે. અઢીદ્વીપની બહાર મનુષ્યના જન્મ-મરણ ન થાય. કર્મભૂમિમાં જન્મેલા જ મોક્ષે જાય. જન્મ-મરણના ફેરા પણ અઢીદ્વીપમાંથી જ કાયમ માટે ટળી શકે છે. વર્તમાનમાં દ્રવ્ય ગતિ આપણા હાથની વાત નથી પણ ભાવગતિથી
સ્વભાવગતિમાં ને ત્યાંથી સ્વરૂપગતિમાં જવાનું છે. ભાવથી સ્વભાવની પૂર્ણતા થાય અને સ્વભાવથી સ્વરૂપની પૂર્ણતા કરવાની છે. હવે મારા ગુણો જ મારે અનુભવવા એ ભાવ, અને તે માટે સર્વજ્ઞ કથિત ઉપાય રૂપ પ્રયત્ન કરવા તે ભાવથી ઊર્ધ્વ ગતિ છે.
અજીવ તત્ત્વ 127
Page #145
--------------------------------------------------------------------------
________________
• ભાવથી ઊર્ધ્વગતિ એટલી સ્વ સ્વભાવ પ્રમાણે વર્તવું (રમવું):
ભાવ અર્થાત્ હોવું, થવું. પુદ્ગલના સ્વભાવ પ્રમાણે થવું તે સંસાર અને પુદ્ગલના સ્વભાવથી છૂટવું તેનું નામ મોક્ષ. મોક્ષ-મોક્ષ ફક્ત બોલતા રહ્યા અને આરાધના કરીને પણ સંસારમાં જ ભટકતા રહ્યા. જેને પુદ્ગલના સ્વભાવથી છૂટી જવું હોય તેને ભગવાનની એકેક આજ્ઞાઓ જાણવી અને માનવી પડશે.
અત્યાર સુધી પુણ્ય એ પણ પુદ્ગલ છે એ વાતની ખબર જ ન હતી. પુદ્ગલને તો પરમાત્માએ હેય કહ્યું છે માટે પુણ્ય પણ હેય જ છે. દ્રવ્યથી ઉંચે જવું તે દ્રવ્ય ઊર્ધ્વગતિ છે અને આત્મ વીર્યને ગુણમાં પ્રવર્તમાન કરવું તે ભાવથી ઊર્ધ્વગતિ છે. આત્મા જયારે ઔદારિક, તૈજસ અને કાર્પણ આ ત્રણેય શરીરથી પૂર્ણતયા છૂટે ત્યારથી આત્માની દ્રવ્યથી ઊર્ધ્વગતિ પૂર્ણ પણે થાય. આના માટે આત્મા ભાવથી ઊર્ધ્વગતિ કરે તે માટે આત્મવીર્યને પોતાના ગુણોમાં પ્રવર્તમાન કરવું તે આપણા હાથની વાત છે અને તેની માટે મોહના પરિણામને હટાવવો જ પડે. આપણને પુદ્ગલ છોડ્યા વિના ધર્મ કરાતો હોય તેવો ધર્મ કરવો ગમે છે. માટે જ પરમાત્મા કરતા પણ ગોશાલાના ભકતોની સંખ્યા વધી. આપણે વ્યવહારથી ધર્મી છીએ પણ ખરો ધર્મ તો કેવલી પ્રરૂપિત તત્ત્વ ધર્મનું શરણ લઈએ તો છે. આપણે અરિહંતના સિદ્ધના શરણાર્થી છીએ અને તો જ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુના શરણાર્થી છીએ. ભાવથી ઊર્ધ્વગતિ માટે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ માટે સર્વવિરતિ ગ્રહણ કરીને ગુમિ રુપ કાઉસ્સગ ધ્યાનમાં સ્થિર થઈ ઘાતકર્મનો ક્ષય કરીને કેવલજ્ઞાન પ્રગટે તેમ સંપૂર્ણ સ્વભાવ પ્રગટ થાય અને અઘાતીના ક્ષય પછી જ સ્વરૂપનું પ્રગટીકરણ થાય એટલે દ્રવ્યથી ઊર્ધ્વગતિ થાય. શરીર છૂટે એટલે આત્મા લોકાતે પહોંચી જાય.
આત્માએ આત્મામાં સ્થિર થવાનું છે તો શરૂઆત ક્યાંથી થાય? જ્ઞાન શુદ્ધિ પ્રથમ કરવી પડે. ઉપયોગ શુદ્ધિ વિનાની સાધના સિદ્ધિનું કારણ બનતી નથી, કેવલીને ઉપયોગ શુદ્ધિ પૂર્ણ છે. પૂર્વ બંધાયેલા કર્મોના કારણે વ્યવહાર છે ત્યાં સુધી બંધ પણ છે. જીવદ્રવ્ય પોતાના સ્વભાવ પ્રમાણે ન વર્તે ત્યાં સુધી ગુન્હો, ત્યાં સુધી એને સજા. સિદ્ધ ભગવંતોનું આત્મવીર્ય નિરંતર પોતાના આત્મ પ્રદેશોમાં અને ગુણોમાં જ પૂર્ણપણે વર્તે છે માટે એમને કર્મબંધ નથી. પરમાં પ્રવર્તે ત્યાં સુધી તેને કર્મબંધ છે અને ભેદજ્ઞાન વિના પરથી અટકવાનું કાર્ય થઈ શકતું નથી કારણ અનાદિકાળથી આત્મા શરીર સાથે અભેદભાવે થઈ ગયો છે.
128 | નવ તત્ત્વ
Page #146
--------------------------------------------------------------------------
________________
કેવલીના આત્માને પણ અઘાતી કર્મોના ઉદયના કારણે ૧ સમયનો સાતાનો બંધ પડે છે. આત્મા અરૂપી છે ને પુદ્ગલ રૂપી છે. બે વિરુદ્ધ પ્રકૃતિ છે ત્યાં સુધી આત્માને પીડા છે માટે સાતા વેદનીય બંધાય છે. પરમાત્માને મોહ નાશ થવાના કારણે દેહમાં રહેવાનો પરિણામ નથી માટે આયુષ્ય કર્મ ન બંધાય, કેવલિનો આત્મા પોતાને અરૂપી પણે જ સ્વીકારતા નામ કર્મ ન બંધાય અને બધા પ્રત્યે સમાન પરિણામ છે માટે ગોત્ર કર્મ પણ ન બંધાય અને માત્ર ૧ સમયનો સાતાનો બંધ થાય કારણ યોગ રૂપ સંયોગમાં આત્મવીર્ય પ્રવર્તે છે. આત્માનો ગુણ તો સાતા અસાતા નહીં પણ અવ્યાબાધ છે. જ્યારે શરીરથી સંપૂર્ણ છૂટી જશે ત્યારે જ એ પ્રગટ થશે. શરીરથી છૂટી જવાની રુચિ જો પ્રગટ થઈ જાય તો પછી શરીર સાથે નહીં રહે, કારણ રુચિ અનુયાયી વીર્ય.
મૂળમાં આપણને આપણા આત્મા પ્રત્યે પ્રેમ જાગ્યે નથી માટે જ બધા બહાના ચાલે છે પણ જ્યારે આત્માનો પ્રેમ પ્રગટ થઈ જશે પછી આત્મા ક્ષણનો પણ સ્વ સ્વભાવમય થવા રૂપ આત્મહિતમાં વિલંબ નહીં કરે અને તેને નડતર પણ નહીં થાય. આત્માના અને પુદ્ગલના પરિણામને બરાબર પકડીને સમજવા પડે. આત્માનું પુદ્ગલ સાથે જોડવું એ ભાવ સંસાર અને એનાથી છૂટવું તે જ ધર્મ (મોક્ષ). દ્રવ્યથી ત્યાગ હોય પણ ભાવથી ત્યાગ ન હોય તો જેમ ભવદેવે દીક્ષા લીધી પણ નાગિલાનો મોહ ન છૂટ્યો માટે ચારિત્ર મોહનીય અને અંતરાય કર્મ બંધાયું, વ્યવહારથી નાગિલાનો ત્યાગ હોવા છતાં ભાવ ઉભો છે, ભાવ છૂટ્યો નથી માટે અંતરાય બંધાયા. ૧૨ વર્ષ સુધી, નિકાચિત ચારિત્ર મોહનીય કર્મ સાધુ વેશમાં જ બંધાયું તે તોડવા શિવભૂતિના ભવમાં ૧૨ વર્ષ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ કરીને પારણે આયંબિલ અને એ પણ નિર્દોષ ત્યારે અનુબંધ તૂટ્યા. વિલંબ થયો પણ અંતે કાર્ય થયું.
પરમાતમ પરમેશ્વર, વસ્તગતે તે અલિપ્ત હોમિત; દ્રવ્યદ્રવ્ય મિલે નહીં, ભાવે તે અન્ય અવ્યાપ્ત હો મિત્તાારા
શુદ્ધસ્વરૂપ સત્તાતણો નિર્મલ જે નિઃસંગ હોમિત્ત, આત્મવિભૂતિ પરિણમ્યો, ન કરે તે પરસંગ હોમિત્તારૂા.
(અભિનંદન ભગવાનનું સ્તવન પૂ. દેવચંદ્ર વિ.મ.) શુદ્ધ આત્મ દ્રવ્યનું સ્વરૂપ નિર્મળ, નિર્લેપ અને સર્વ સંગથી રહિત છે અને આત્મા આ ગુણોમાં જ પરિણામના સ્વભાવવાળો હોવાથી તે બીજા કોઈ દ્રવ્યનો
અજીવ તત્વ | 129
Page #147
--------------------------------------------------------------------------
________________
સંગ કરતો નથી અર્થાત્ કોઈને ગ્રહણ કરતો નથી અર્થાત્ એક દ્રવ્ય - બીજા દ્રવ્ય સાથે મળતા નથી, બંધાતા નથી કે બીજા દ્રવ્યમાં વ્યાપી જતા નથી. આથી આત્મા દ્રવ્ય પુદ્ગલ દ્રવ્ય સાથે બંધાતુ નથી. આમ છતાં અનાદિથી આત્મા પુદ્ગલના સંયોગ સંબંધથી બંધાયેલો છે તેથી હાલ આત્માને પોતાના આત્મ દ્રવ્યના સ્વરૂપ અને સ્વભાવનું ભાન નથી અર્થાત્ જેને સ્વ પરનું ભેદ જ્ઞાન નથી તેઓને પુદ્ગલનો બંધ થાય છે. આથી એ દ્રવ્યનું જ્ઞાન જરૂરી. દરેક દ્રવ્યનો સ્વભાવ શું છે? સ્વદ્રવ્ય સાથે તેને શું સંબંધ છે? વગેરે વિચારી સ્વનો પ્રતીતિરૂપ નિર્ણય જરૂરી. અનાદિથી મિથ્યાત્વના ઉદયે શરીરાદિમાં સ્વ તરીકેની ભ્રાંતિ થઈ છે તેથી પરમાં સહજ આત્મા પરિણમે છે. તેમાંથી તેને રોકી સ્વમાં પરિણમાવાનો પુરુષાર્થ કરવાનો છે અર્થાત્ પરના કર્તા બનેલા આત્માને સ્વના કર્તા બનાવવાનો છે અને તે માટે સ્વ અને પરનું જ્ઞાન જરૂરી છે.
(૨) બંધ પરિણામ: એકનું બીજા સાથે એકમેક થવું તે બંધ. આત્માનો સ્વભાવ અરૂપી છે માટે એ નિર્લેપ જ હોય, માટે તે લેપાય નહી એટલે સાથે રહે છતાં પણ જોડાય નહીં. પુદ્ગલમાં રૂપ આકાર છે. જ્યાં જ્યાં રૂપ ત્યાં ત્યાં પુદ્ગલ જ છે આ જગતમાં આપણા મનોરંજનનું કારણ શું? રૂપ ને આકાર. જ્યાં પુદ્ગલ હોય ત્યાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અવશ્ય હોય, એ પુદ્ગલનું લક્ષણ છે. જોડવાનો સ્વભાવ કોના કારણે છે? ગ્રહણ ને ધારણ બે પરિણામના કારણે. જ્યારે સ્કંધ રૂપે બનેલો હોય ત્યારે ગ્રહણ અને ધારણ એ બે પરિણામ ચાલુ હોય છે. પુદ્ગલનો અંતિમ વિભાગ એ પરમાણુ છે. કેવલી પણ જેના બે ભાગ ન કરી શકે, તે ચક્ષુ કે યંત્રોના વિષય બનતા નથી, તેને માત્ર વિશિષ્ટ જ્ઞાની જ જોઈ શકે છે. એ ઈન્દ્રિયોનો પણ વિષય બની શકતા નથી, સ્થૂલ અણુને જે બાદર સ્કંધ રૂપે હોય તેને જ વિજ્ઞાન પકડી શકે છે, અંતિમ પરમાણુને તો એ પણ કદી નહીં પકડી શકે. પરમાણુને માત્ર વિશિષ્ટ જ્ઞાની જ જાણી શકે. એક પરમાણુમાં ૧ વર્ણ, ૧ ગંધ, ર સ્પર્શ-સ્નિગ્ધશીત, સ્નિગ્ધ-ઉષ્ણ, રુક્ષ-શીત, રુક્ષ-ઉષ્ણ આ ચાર જોડામાંથી કોઈ બે જોડાથી થાય. પરસ્પર જોડવાનું અને બંધાવવાનું કાર્ય તે સ્પર્શ અને રસને કારણે થાય છે અને એ પણ વિરુદ્ધ સ્પર્શ હોય ત્યારે બંધાય છે તેના વિના નહીં. લગ્નની પ્રથા પણ વિજાતીયમાં જ આવી. સ્ત્રી ને પુરુષ પરસ્પર સ્નેહથી બંધાય છે ને તેને બંધાવાનું 130 નવ તત્ત્વ
Page #148
--------------------------------------------------------------------------
________________
અટલ રહસ્ય જ આ છે. બંધ તત્ત્વ નવતત્ત્વમાં આવ્યું અને એ હેય છે તો પણ પુણ્યનો બંધ ઉપાદેય ગણાય છે માટે પુણ્ય બાંધવા માટે ધર્મ કરાય છે. પૂર્ણ ધર્મ નિર્જરા માટે જ કરાય. ધર્મથી ધર્મની જ પ્રાપ્તિ થાય, પુણ્ય બંધાઈ જાય, પણ પુણ્ય માટે ધર્મ કરવાનો નથી. બંધ પરિણામ એ પુદ્ગલનો છે માટે પુદ્ગલમય બનેલાને કોઈ સાથે ન બંધાય ત્યાં સુધી જીવને ચેન નહીં પડે, કાં બંધાઈ જઈએ ને કાં સ્નેહથી બીજાને બાંધી દઈએ. પુદ્ગલનો પરિણામ આપણા આત્મામાં પરિણામ પામી ગયો છે પરંતુ પરમાત્માનો મોક્ષ માર્ગ પુદ્ગલ સંગથી છૂટવાનો છે.
બંધ પરિણામ એ યુગલનો પરિણામ છે:
બંધ-જોડાણ-(સંશ્લેષણ) એકરૂપે થવું, લોક પર રહેલા અનંતા સિદ્ધો સાથે એકમેક રૂપે રહેવા છતાં કોઈ કોઈનાથી બંધાતા નથી તેમજ ત્યાં બધી પુદ્ગલ વર્ગણાઓ રહેવા છતાં એક પણ વર્ગણાને ગ્રહણ-બંધ કરતા નથી કારણ શુદ્ધ આત્માઓનો તે સ્વભાવ નથી.
જ્યારે પરમાણુઓ ભેગા થાય ત્યારે તેઓ સ્કંધરૂપે જોડાઈ જાય. તેમનું જોડાવાનું કારણ દ્વિધક્ષત્થાત્ વધેડા (તત્ત્વાર્થ સુત્ર - પ-૩૨)
પુદ્ગલમાં રહેલા સ્નિગ્ધ અને રુક્ષ સ્પર્શ ગુણથી પરસ્પર બંધ થાય. સ્નિગ્ધ સ્પર્શવાળા પરમાણુનો બીજા સ્નિગ્ધ સ્પર્શવાળા પરમાણુઓ સાથે કે રુક્ષ સ્પર્શવાળા પરમાણુઓના બીજા રુક્ષ પરમાણુ સાથે બંધ થશે પણ કયારે? નન્ય ગુનાના (તત્વાર્થસૂત્ર-પ-૩૩)
જઘન્ય ગુણવાળા પુદ્ગલો (પરમાણુ) સાથે બંધ ન થાય પણ માત્રાવાળા પરમાણુ સાથે બંધ થાય.
પુગલ બંધ ન થાય ૧ ગુણ સ્નિગ્ધ ૧ ગુણ સ્નિગ્ધ ૧ ગુણ સ્નિગ્ધ ૩ ગુણ સ્નિગ્ધ ૧ ગુણ રુક્ષ-૧ ગુણ રુક્ષ ૧ ગુણ રુક્ષ ૩ ગુણ રુક્ષ ૧ ગુણ સ્નિગ્ધ-૧ ગુણ રુક્ષ ૧ ગુણ સ્નિગ્ધ ૨ ગુણ રુક્ષ ૫ ગુણ રુક્ષ – ૫ ગુણ રુક્ષ ૫ ગુણ રુક્ષ ૭ ગુણ રુક્ષ ૫ ગુણ રુક્ષ - પ ગુણ સ્નિગ્ધ ૫ ગુણ રુક્ષ ૭ ગુણ સ્નિગ્ધ
અજીવ તત્વ | 131
Iણ
Page #149
--------------------------------------------------------------------------
________________
પુદ્ગલોમાં પરસ્પર બંધાવાનો સ્વભાવ છે. તે પણ જ્યારે ગુણ વિષમતા હોય ત્યારે પરમાણુઓ સ્કંધ રૂપે બંધાય. તેમ આત્મામાં કર્મનો બંધ થવાનું કારણ પણ જ્યારે આત્મા પોતાના સ્વભાવથી વિપરીત વર્તે અર્થાત્ તેનો કર્મ બાંધવાનો સ્વભાવ ન હોવા છતાં પુદ્ગલના પરિણામો પ્રમાણે વર્તે ત્યારે તેમાં કર્મ બંધ સતત થયા કરે.
તીર્થની સ્થાપના શા માટે?
આત્માની જે સિદ્ધ અવસ્થા છે જે અનાદિકાળથી કર્મોથી જોડાયેલી છે તેને પ્રગટ કરવા માટે અને જીવ દ્રવ્યનો જે સ્વભાવ છે તેને પ્રગટ કરવા ને ભાવમાંથી છૂટવા માટે પરમાત્માએ તીર્થની સ્થાપના કરી છે. પરમાત્માને જ્ઞાનમાં જીવદ્રવ્ય એક જ એવું દેખાય છે કે જે પોતાના સ્વભાવ પ્રમાણે વર્તતું નથી માટે જીવદ્રવ્યને સ્વભાવ પ્રમાણે વર્તવા માટે તીર્થની સ્થાપના કરી છે. બાકીના દ્રવ્ય પોતપોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તી રહ્યા છે તેથી એમને માટે જિનની આજ્ઞા નથી.
ભાવથી મુકત બની સ્વભાવમય બનવા શાસનની સ્થાપના:
બધાને શાસનના રસિયા બનાવાની જ ભાવના કેમ ભાવી? જગતના જીવો દુઃખી છે તે જીવો ભાવથી મુક્ત બની સ્વભાવને પામશે તો જ જીવ દુઃખથી મુક્ત બનશે. મોહ છે ત્યાં સુધી ભાવ છે અને એનો સ્વભાવ પીડા આપવાનો જ છે. પ્રશસ્ત ભાવ દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય બંધાય તેનાથી સાતાની પીડા જ મળે કારણ મોહનું કાર્ય પીડા આપવાનું છે. પણ સાથે ઉદાસીનતા ભાવ રહે કે, સાતા હોય કે અસાતા બંને કર્મના ઉદયરૂપ છે તેથી તેનાથી મુક્ત જ થવાનું છે. સાતામાં છો? એ પણ અપભ્રંશ ભાષા છે. આગમમાં ક્યાંયે સાતા શબ્દ નથી મૂક્યો. વાંદણા સૂત્ર, જય વીયરાય સૂત્ર અને લોગસ્સ સૂત્રમાં સંયમ યાત્રા સમાધિ પૂછવાનું વિધાન છે. અનૂકૂળતા આપે તે ભાવથી પુણ્ય અને આત્માને પવિત્ર કરે તે નિશ્ચયથી પુણ્ય. પ્રતિકૂળતાને અનુકુળતા બંનેથી આત્મા પર થઈ જાય અર્થાત્ સમતા આવે તે ધર્મ થયો. પુણ્યથી શરીર સારું મળ્યું ને સમતાને સાધીને આત્માને પવિત્ર કર્યો એટલે તે પુણ્ય આત્માને સહાયક બન્યું માટે તે ઉપાદેય, અને જો ખાવા પીવા વગેરેમાં શરીરનો ઉપયોગ કર્યો તો પાપ બાંધવામાં સહાયક બન્યું એટલે તે પુણ્ય હેય જ ગણાશે. પુણ્યાનુબંધી પુણ્ય બાંધવા માટે મહેનત કરવાની નથી.
132 | નવ તત્ત્વ
Page #150
--------------------------------------------------------------------------
________________
પુણ્યાનુબંધી પુણ્ય બંધાય કયારે? :
મોક્ષના લક્ષ કે ગુણના બહુમાન પૂર્વક નિરાશંસ ભાવે કરાતી શુભ ક્રિયાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાઈ જાય.
આત્મામાં સિદ્ધત્વ અનાદિકાળથી પડેલું જ છે પણ કર્મોના આવરણને કારણે ભ્રાન્તિ થઈ છે માટે સ્વભાવ પ્રમાણે આત્મા વર્તતો નથી માટે એ એનો ગુનો છે ને જે આત્મા એને ગુનો માને છે તે હવે ગુનેગાર રહેવા તૈયાર નથી માટે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પોતાની જાતને જગતમાં સૌથી મોટા ગુન્હેગાર તરીકે ગણાવી પરમાત્માને પ્રાર્થના કરે છે કે આપ મારા પર હવે કરુણા કરો મારાથી કરુણાપાત્ર બીજો કોઈ નથી. આત્માને ગુનેગાર તરીકે જો સ્વીકારી લેશો તો જ મળેલું જિનકૂળ સફળ થઈ શકશે. કર્મસત્તાએ એવા કોમ્યુટર ગોઠવ્યા છે કે એક ભાવનો અંશ પણ એમાંથી છટકી શકે એમ નથી, જગતના કોમ્યુટર તો મર્યાદિત છે.
આત્મા ને પુદ્ગલ બંનેના ૧૦-૧૦ પરિણામ છે પણ આત્માના પરિણામને જાણીને તે રૂપે પરિણામ પામી જવાનું છે જ્યારે પુદ્ગલના પરિણામને માત્ર જાણવાના છે પણ પુદ્ગલના પરિણામ પ્રમાણે પરિણમન કરવાનું નથી. કાયામાં છીએ ત્યાં સુધી આત્મા ઊર્ધ્વગતિ નથી કરી શકતો. આત્મા અને પરમાણુ બંને લોકાંતે જઈને અટકી જાય કારણ ત્યાં ગતિમાં સહાયક ધર્માસ્તિકાય નથી. બે જણ ટકરાય એટલે ગતિમાં સ્કૂલના આવે તેમ પરમાણુ પણ બીજા પરમાણું સાથે ટકરાય એટલે ગતિમાં સ્કૂલના પામે છે. તે જ રીતે આત્મા પણ પુદ્ગલ સાથે ટકરાય છે માટે એની ગતિમાં પણ સ્કૂલના થાય છે. બીજા સાથે આપણે ટકરાયા એટલે ઊર્ધ્વગતિનું લક્ષ ન હોવાથી તે આગળ ન જતા ગુણસ્થાનકેથી નીચે પડીએ છીએ.
પરમાણુ વધારે સમય સ્વતંત્ર રહી શકતો નથી અને બીજા સાથે જોડાઈ જ જાય છે. તે માટે માત્રા અને ગુણ બંનેની વિષમતા જોઈએ. પરમાણુમાં ઓછામાં ઓછા બે સ્પર્શ હોય અને સ્કંધમાં ૮ સ્પર્શ હોય. ૧ સ્નિગ્ધ સાથે ૧ સ્નિગ્ધ નહીં બંધાય પણ ૧ સ્નિગ્ધની સાથે ૩ સ્નિગ્ધ હોય તો બંધાય કારણ વિષમ માત્રા ભેગી થાય તો તે બંધાય છે. માટે વિજાતીયમાં વિશેષથી રાગ બંધાય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ હું નથી, હું એનાથી રહિત છું એવું આત્મા માત્ર જ્ઞાનથી જાણે તો તે સ્વભાવની એમાં રુચિ થાય. વિભાવમાં આવ્યા તો બંધ થાય છે અને બંધાવામાં મોટામાં મોટું કારણ ૪ (વર્ણાદિ) કર્મોની સાથે કર્મો બંધાય છે. આત્મા નિર્લેપ દ્રવ્ય
અજીવ તત્ત્વ | 133
Page #151
--------------------------------------------------------------------------
________________
છે, બંધ એ આત્માનો સ્વભાવ નથી, શેયના જ્ઞાતા બનવાનો આત્માનો સ્વભાવ પણ આત્મામાં પુદ્ગલ સંગે ગ્રહણ કરવાનો પરિણામ આવ્યો એટલે બંધ થયો. ગ્રહણ કરવાનો ભાવ આત્મામાં આવ્યો ત્યારથી નિરંતર કર્મોનો પ્રવાહ આત્મામાં આવવાનો ચાલુ થઈ જ ગયો. ભાવ ભલે એકાંતમાં કર્યો, કોઈ ન જાણે તે રીતે કર્યો તો પણ કર્મ સત્તાથી એ છટકી નહી શકે. આપણે ભલે જગતને છેતરીએ કે દેવ-ગુરુને છેતરીએ પણ આપણે આપણા સત્તાગત પ્રભુને કદી પણ છેતરી શકવાના નથી. જે પોતાને છેતરી જગતને છેતરવામાં પોતાની હોંશિયારી માને છે તેવા આત્માઓ જ વિઠ્ઠા થઈને જગતમાં ભટકી રહ્યાં છે, માટે પાપી રહેવું નથી, પાપી બનવું નથી તો આત્માને સમર્પિત થઈ, સરળ બનીને એકરાર કરી શુદ્ધ થવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જેને પોતાના સત્તાગત પ્રભુ પર વહાલ આવી જાય કે મારો પ્રભુ નિરંજન, નિરાકાર, નિર્વિકાર, નિર્લેપ, નિર્વિચાર, નિર્મળ છે અને આવા મારો પ્રભુ વર્તમાનમાં કર્મોના બંધનમાં બંધાયેલા છે. આ નિર્ણય થઈ જશે પછી પરના સંયોગમાં રહેવું એના માટે દુષ્કર બની જશે. પછી એ હસતા હસતા બધું જ છોડવા તૈયાર થઈ જશે. કર્મોનો કર્તા હું છું જ નહીં તો હું કોનો કર્તા છું? હું મારા ગુણનો જ કર્તા છું તો હવે મારે મારા ગુણોના કર્તા બનવાનું છે, ગુણોના જ ભોકતા બનવાનું છે, પરના ભોક્તા નથી બનવાનું.
શ્રદ્ધા કોને કહેવાય?
પ્રતીતિને જગાવે તે શ્રદ્ધા. પ્રતીતિરુચિને જગાવે, રુચિઝંખનાને જગાવે, ઝંખના ચારિત્ર રૂપ પાલનને અને પાલન રમણતામાં પરિણમે તો જ સાચી શ્રદ્ધા કહેવાશે. ગુણ એને જ કહેવાય જે આગળના ગુણને લાવે. આપણી શ્રદ્ધા લૂલી, પાંગળી, માયકાંગલી છે માટે આગળનું કાર્ય થઈ શકતું નથી. માપતુષ જેવા મુનિ ભગવંતોને પણ શ્રદ્ધા મજબૂત હતી, સ્વીકાર અંતરમાં હતો માટે નિર્વિકલ્પ સાધનાની શરૂઆત થઈ ગઈ. ગુરુ આજ્ઞા તહત્તિ માટે કોઈ વિકલ્પ ન કર્યો તો તે તરી ગયા.
આત્માનો મોક્ષ યોગ અને સંસાર યોગ બને અનાદિના છે. મોક્ષ યોગ એ તાદાભ્ય સંબંધવાળો છે જ્યારે સંસારયોગ એ સંયોગ સંબંધવાળો છે સંયોગથી છૂટા પડી શકાય છે માટે કર્મોથી આત્માનો મોક્ષ થઈ શકે છે. મોક્ષ સાથે જે જોડે તે યોગ અને આપણે તો છોડવાની વાત કરીએ છીએ. આત્મા અનાદિથી જે પર પરિણામ રૂપે થયેલો છે તેનાથી છૂટવાનું છે. કારણ? એના કારણે જ પરનો સંબંધ આત્માને 134 | નવ તત્ત્વ
Page #152
--------------------------------------------------------------------------
________________
સતત થઈ જ રહ્યો છે એટલે પરથી છૂટો થાય અને સ્વ પરિણામ સાથે જોડાણ કરે તે જ ધ્યાન. સ્વપરિણામ અર્થાત્ સ્વગુણો (જ્ઞાનાદિ), તેનાથી જોડાઈ જવું. જ્યાં સુધી જીવને સ્વ અને પરનો ભેદ ન પકડાય ત્યાં સુધી તે ધ્યાનનો અધિકારી બનતો નથી. આત્મા અને શરીર બંને ભેટ સ્વરૂપવાળા છે પણ વર્તમાનમાં એ અભેદભાવે બની ગયા એટલે ભેટવાળા છે એવું ભાન આવે ત્યારે જ અભેદનો સંબંધ છૂટે, તે વિના છૂટે નહીં. વર્તમાનમાં ભ્રમણાને કારણે આપણે આપણી સાથે જ ભેદ કરી રહ્યા છીએ એટલે સ્વને અનુભવતા નથી ને પરનો અનુભવ કરીએ છીએ. પણ જો સ્વભાવનો અનુભવ આત્મા અહીં કરતો થઈ જાય તો એનો મનુષ્ય ભવ સફળ. પરનો સંયોગ હોવા છતાં તેને પર તરીકે જાણે પણ રાગાદિ ભાવને અનુભવે નહીં તો આત્મા પરથી બંધાય નહીં. સ્વને જાણ્યા વિના પરને જાણે તો મોટો વાંધો છે. પરને જાણીને પરમાં ઉદાસીન ભાવ અને સ્વને જાણીને સ્વમાં અપૂર્વ પ્રેમ તો તે મોક્ષયોગ, અને એનાથી વિપરીત હોય તો તે સંસાર. અંદરના સંસારને છોડવા માટે બહારના સંસારને છોડવો એ વ્યવહાર પ્રક્રિયા છે. બહારના છોડીને આવ્યા ને નહીં આવીને અંદરનું છોડવાના પ્રયાસવાળા બનવાનું છે અને એને પણ છોડી દેવાનું છે, પણ જો એ ન થાય તો બહારનો રસ તો અનાદિનો પાયો જ છે તો એમાં જઈને ફરી સંસારનું સર્જન કરશે. પરથી છૂટા થવા માટે પરનું પૂર્ણ સ્વરૂપ જાણવું જરૂરી છે.
જીવ દ્રવ્યનો બાકીના બધા જ દ્રવ્યો સાથે સંબંધ છે માટે કોનાથી હિત ને કોનાથી અહિત આત્માનું થાય છે તે જાણવું પણ જરૂરી છે. આત્મા અરૂપી છે, અક્ષય છે, અગુરુલઘુ છે ને અવ્યાબાધ છે. તે જ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ એવા જ સ્વરૂપવાળા છે અને એના દ્વારા આપણા આત્માનો નિર્ણય કરી શકાય છે. અરૂપી આકાશ છે તો આત્મા પણ અરૂપી છે. જેમ આકાશ એક અખંડ દ્રવ્ય છે, તેના ખંડ થતા નથી તે જ રીતે આત્મા પણ અખંડ છે, અક્ષય છે. અન્ય દર્શન આત્માને જલચંદ્રવત્ માને છે. મિથ્યાત્વને કારણે એક જ આત્માના અન્ય પ્રતિબિંબ છે એમ માને છે જેમ પાણીમાં ચંદ્રના અનેક પ્રતિબિંબ પડે છે તેમ સર્વનો આત્મા એક છે પણ તેના જ જુદા જુદા પ્રતિબિંબ રૂપે બધા આત્માઓ છે અર્થાત્ એક આત્માને સર્વ વ્યાપક માને છે.
જૈન દર્શનની માન્યતા મુજબ સ્વરૂપથી સત્તાએ બધા આત્મા સમાન છે પણ સંખ્યાથી તે અનંતા છે અને વ્યકિગત રૂપે કર્મથી બધા જુદા પડે છે. આકાશ લોકાલોક
અજીવ તત્ત્વ 135
Page #153
--------------------------------------------------------------------------
________________
વ્યાપી છે તે જ રીતે એક આત્મા લોકમાં વ્યાપી શકે છે અને કેવલજ્ઞાન દ્વારા એ અલોકને પણ જાણી શકે છે. જ્ઞાનનો કોઈ છેડો નથી, એ અમાપ છે માટે એને આકાશની ઉપમા આપી. આત્માના એક પ્રદેશનું સુખ લોકાલોકમાં ન માય તેટલું સુખ હોવા છતાં ભિખારીની જેમ ચપ્પણિયું લઈને ભટકી રહ્યા છીએ આત્માના સુખ માટે આપણે પ્રતીતિ ન કરી માટે તેની રુચિનો પરિણામ ન આવ્યો. આ સુખ હું મેળવી શકું, ભોગવી શકું, પણ કોઈને અંશ પણ આપી શકું નહીં. હવે આ દિશામાં જ આપણો પુરુષાર્થથવો જોઈએ અને એ માટે અપૂર્વશ્રદ્ધા થવી જરૂરી છે. જે આત્મા સર્વાના વચન પર અપૂર્વ શ્રદ્ધા કરીને સાહસ કરે તેને અવશય સિદ્ધિ મળે જ. અનુપમ સુખને ભોગવતા પાંચમે અનંતે સિદ્ધ ભગવંતો લોકાંતે રહેલા છે. પુદ્ગલના સ્વભાવની આત્માને અસર થાય છે તે મોહના ઉદયનો પ્રભાવ છે. પુદ્ગલના સંયોગમાં પણ આત્માને પુદ્ગલના સ્વભાવની અસર ન થાય અને આત્મા પોતાના સ્વભાવને જ માણતો હોય ત્યારે સંસારથી છૂટતો જાય. સંસારી જીવ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તતો નથી ને બીજામાં ડખલગિરી કરે છે. પુદ્ગલના સ્વભાવ પ્રમાણે પરિણમે છે તે જ રીતે સહવર્તીઓ, સમાજ વગેરેમાં પણ ડખલગિરી કર્યા કરે, બધે જ માથું મારતો ફરે છે અર્થાત્ વિભાવમાં જ રમ્યા કરે છે.
પરમાત્માનું શાસન કહો, તીર્થ કહો, પ્રવચન કહો એ એ જ છે કે તમામ જીવોએ સ્વ-સ્વભાવ પ્રમાણે જ વર્તવું, આપણે ભવ્ય છીએ ને પોતાના સ્વભાવ પ્રમાણે વર્તી શકીએ છીએ. યુગલિકો ભવ્ય હોવા છતાં પણ વિરતિ લઈ શકતા નથી. આપણે વિરતિ લઈને વીતરાગતાને પ્રગટાવી શકીએ છીએ. એના બદલે રાગ-દ્વેષ કરતો થયો. સામાયિક સ્વભાવવાળો આત્મા છે એને સામાયિક લેવાનો ને પાળવાનો વ્યવહાર કરવાનો જ નથી પણ આપણે સમતામાં નથી રહેતા માટે જ જ્ઞાનીઓએ આ વ્યવહાર મૂક્યો છે અને આ સામાયિકનો વ્યવહાર કરવા દ્વારા જ રાગ-દ્વેષને વધારીએ છીએ સંસારનું સર્જન કરીએ છીએ, સામાયિકમાં સાતા છૂટે નહીં તો સમતા આવે નહીં.
સ્વ સ્વભાવ પ્રમાણે જીવે ગતિ ન કરી માટે બંધ આવ્યો. આત્મા પુદ્ગલ સાથે જોડાયો એટલે અનિશ્ચિત ગતિ પરિણામ આવ્યો અને એના કારણે બંધ પરિણામ આવ્યો. પુદ્ગલ પ્રમાણે ગતિ કરી તેથી કર્મનો બંધ થયો. જો આત્મા પોતાના સ્વભાવ પરિણામવાળો બની જાય તો બંધ છૂટતો જાય. 136 | નવ તત્ત્વ
Page #154
--------------------------------------------------------------------------
________________
| સાધુનો વેશ એટલે પ્રભુનો વેશ... સાધુની ભકિત એટલે પ્રભુની ભકિત...
સાધુની આશાતના એટલે પ્રભુની આશાતના...
Page #155
--------------------------------------------------------------------------
________________
ધર્માસ્તિકાયાદિ અરૂપી દ્રવ્ય સાથે આત્મા કદી બંધાતો નથી ત્યાં તેને રાગદ્વેષ થતા નથી. મોહના ઉદયે આત્મા પુદ્ગલ ગ્રહણ કરવાના પરિણામવાળો બન્યો. આત્માનો સ્વભાવ ગ્રહણ કરવાનો નથી, આ સ્વભાવ પરિણામવાળો બન્યો. આત્માનો સ્વભાવ ગ્રહણ કરવાનો નથી, આ સ્વભાવ પુદ્ગલનો છે. આત્માનો સ્વભાવ નથી અને આત્મા ગ્રહણ કરે છે એટલે એ ચોરી કહેવાય એટલે તેમાંથી બચાવવા આ મહાવ્રતો અને અણુવ્રતોનો વ્યવહાર આવ્યો. જન્મ્યાત્યારથી બધીજ પારકી વસ્તુની ચોરી જ કરી છે અને તેને પોતાની માનીને મિથ્યાત્વને પુષ્ટ કરતો જીવી રહ્યો છે અને એના માટે મારા મારી કરી રહ્યો છે અને હવે છોડવાની છે. છોડ્યા વગર આત્માનો કદી પણ છૂટકારો થવાનો નથી. આ તત્ત્વને પકડી લો તો અમૃત જેમ મૃત્યુનો નાશ કરે છે તેમ આ તત્ત્વ પણ આપણને અમર બનાવી દેશે. પુદ્ગલ પણ પોતાના
સ્વરૂપને છોડતું નથી પણ આત્મા જ જડ સાથે રહીને જડ બની ગયો છે હું અને મારું ભ્રાન્તિ થઈ ગઈ છે ન અહંન મમ આમોહની ભ્રાંતિને તોડવાનો પ્રતિમંત્ર છે.
સમગ્ર આગમનો સાર બે શબ્દમાં, ગાગરમાં સાગર, સિંધુને બિંદુમાં સમાવી દીધું છે. જ્યાં સુધી આત્માસ્વ અહિતથી મુક્ત નથી બનતો ત્યાં સુધી એ બીજાના અહિતમાં પણ નિમિત્ત બની રહ્યો છે માટે આ મનુષ્ય ભવમાં જ આત્માએ પરમ પુરુષાર્થ સાધી લેવાનો છે અને સંસાર ચક્રનો અંત લાવી દેવાનો છે. હિત શબ્દની આગળ ધ્યાન શબ્દ મૂકીને કહી દીધું છે. જ્યાં સુધી આત્મા સ્વરૂપને પકડી સ્વભાવમાં સ્થિર ન થાય ત્યાં સુધી ધ્યાન થઈ શકવાનું નથી. માટે આત્માએ પરગ્રહણ સ્વભાવને છોડી દેવાનો છે જે આત્માનો પરિણામ નથી, એ પુદ્ગલનો પરિણામ છે. આત્માનો પરિણામ તો સ્થિર છે પણ અનાદિથી આત્મામાં ગ્રહણ પરિણામ ચાલુ જ છે એટલે પુદ્ગલના ગ્રહણનો ત્યાગ કરીને સ્વ પરિણામમાં અર્થાત્ સ્વગુણોમાં પરિણત થવાનું છે. માટે ગુણ સ્થિરતા રૂપી ધ્યાન માટે સ્વ અને પરદ્રવ્યનો નિર્ણય જરૂરી છે માટે નિર્ણય કરીને જીવે પોતાના સ્વભાવ પ્રમાણે વર્તવાનું છે. મારા સ્વભાવમાં મારે રહેવું એ જ મારી ફરજ, એ જ મારું કર્તવ્ય છે, એ જ પરમ ધર્મ છે, એ જ મનુષ્ય જીવનનો સાર છે.
જેને સ્વમાં જીવન જીવવાની કાળજી છે તેને મરણનો ભય નહીં.
સાધનામાં આત્માએ સિદ્ધ સ્વભાવમાં સ્થિર થવું એ જ એનો ધ્યેય છે. હું જીવ છું એ સતત આપણા ઉપયોગમાં રહેવું જોઈએ. મારે જીવવું એ જીવનો 138 | નવ તત્ત્વ
Page #156
--------------------------------------------------------------------------
________________
સ્વભાવ છે, મરવું એ આપણો સ્વભાવ નથી છતાં જીવવાની ચિંતા નથી પણ મરવાની ચિંતા છે. મારે ગુણમય જીવવાનું છે એ વાતનું સતત સ્મરણ કરવાથી જીવ ગુણમાં જાગૃત રહે. પુદ્ગલનો સ્વભાવ સડન/ગલન, પડન/વિધ્વંસ છે અને જીવ વર્તમાનમાં પુદ્ગલના પનારે પડયો છે માટે એનો સ્વભાવ મરવાની ચિંતાવાળો બની ગયો છે.
જીવે જીવવું શું? જન્મ એ પાપ શા માટે?
ભાવ પ્રાણ રૂપે જીવન જીવવું એ જ જીવવું છે. આત્મા એ જીવ દ્રવ્ય છે, ભાવ પ્રાણ એ જીવન છે અને જ્ઞાનાદિ ગુણરૂપ ભાવ પ્રાણમય બની જવું એ જીવવું છે. પણ આપણે વર્તમાનમાં દ્રવ્ય પ્રાણથી જીવીએ છીએ ને દ્રવ્ય પ્રાણ માટે જીવીએ છીએ. આપણા જીવને ચલાવવા માટે આખા દિવસ દરમ્યાન કેટલાયે જીવોના બલિદાન લઈ રહ્યા છીએ. આ આપણો અન્ય જીવો પ્રત્યેનો અન્યાય છે. માટે જ જ્ઞાનીઓએ કહ્યું કે જન્મ લેવો એ પાપ છે, જન્મ આપવો એ પાપ અને જેને જન્મ આપ્યો તેને ફરી જન્મ લેવો પડે અને અન્યના જન્મ-મરણના નિમિત્ત ન બને એવા સંસ્કાર જેણે ન આપ્યા તો એ મહાપાપ છે. આ સંસ્કાર અપાયા હોય તો તે ૮ વર્ષની ઉંમરે સર્વ વિરતી ગ્રહણ કરવા તૈયાર થાય. આત્મહિતમાં જેનો ઉપયોગ નહીં એના જેવો બીજો કોઈ પાપોદય નથી. જે જીવતો હોય ને જાગતો હોય તે જ બીજાને જીવાડે ને જાગ્રત રાખે, કારણ પ્રમાદ એ જ મૃત્યુ. પોતે પ્રમાદમાં પડે અને બીજાને પાડવામાં નિમિત્ત બને. માટે હું જીવ દ્રવ્ય છું અજીવ નથી એ સતત ઉપયોગ રહેવો જોઈએ. ૫૦,૦૦૦ હજાર કેવલીના ગુરુ સતત મોક્ષની અભિલાષાવાળા, સર્વજ્ઞ બનવાની અપૂર્વ ઝંખનાવાળા, ૪ જ્ઞાનના ધણી એવા ગૌતમ સ્વામીને પરમાત્માએ સમય ગોયમ મા પમાયએ કહ્યું. કારણ છદ્મસ્થ જીવને પ્રમાદ થતાં વાર ન લાગે, ઉપયોગ ખસતા વાર ન લાગે, માટે સતત જાગ્રત રહે તે માટે વારંવાર આ કહ્યું છે. દ્રવ્ય પ્રાણોની સહાય લઈને ભાવ પ્રાણો માટે જીવન જીવવાનું છે ને જે અવશ્ય જનાર છે તેવા દ્રવ્ય પ્રાણોની મમતા છોડી દેવાની છે. સીઝન આવે ત્યારે વાણિયો વેપાર બરાબર કરી લે તેમ આપણે પણ અત્યારે ધર્મનો વ્યાપાર બરાબર કરી લેવાનો છે. દ્રવ્ય પ્રાણને ટકાવાનો કે ટેકો આપવાનો ત્યાં જ સુધી કે જ્યાં સુધી એ ભાવપ્રાણોને સહાયક બનતા હોય, એટલું જ આપવાનું છે તે અર્થદંડ, અને તે સિવાયનું બધું જ અનર્થદંડ.
અજીવ તત્વ | 139
Page #157
--------------------------------------------------------------------------
________________
અરૂપી નિર્લેપ આત્માને બંધ શા માટે?
બંધ પરિણામ એ આત્માનો સ્વભાવ નથી તે છતાં આત્મામાં નિરંતર ૭ કર્મોને અને આયુષ્ય બંધાય ત્યારે ૮ કર્મોનો બંધ પડે. જે ઊર્ધ્વગતિ પરિણામ આત્માનો છે. તે પ્રમાણે આત્મા વર્તતો નથી ને પુદ્ગલની ગતિ પ્રમાણે વર્તે છે માટે બંધ આવ્યો. માટે જ હવે ૨૪ કલાક ઉપયોગ રહેવો જોઈએ કે મારો ઊર્ધ્વગતિનો સ્વભાવ છે અને મારે હવે સતત ઊર્ધ્વગતિ કરવાની છે માટે આત્મવીર્યને સતત મારા ગુણોમાં પ્રવર્તમાન કરવાનું છે. જો આ ન કરું તો મને સતત કર્મોનો બંધ ચાલુ રહે. માટે આત્મવીર્ય જો સ્વમાં ન પ્રવર્તે તો પરમાં પરિણામ પામશે કારણ એનો સ્વભાવ જ પરિણામ પામવાનો છે. પરની ઈચ્છા થાય ત્યારથી કર્મોને ગ્રહણ કરવાનો પરિણામ થવાનો શરૂ થઈ જ ગયો માટે ઈચ્છા કરતા વિચાર કરવાનો. બિનજરૂરી ઈચ્છાઓ શા માટે કરવાની? ઈચ્છા એ પાપનો આરંભ છે. ઈચ્છા કરવાનો જીવનો સ્વભાવ નથી ને ઈચ્છા કર્યા વગર આપણને ચાલતું નથી. ઈચ્છા કરવાનું બંધ કરો તો જીવતા થયા ને બીજાને જીવાડતા થયા, નહીં તો પોતે મરે અને બીજાને પણ મારતો થાય. કેવલી ભગવંતોને મોતનો સર્વથા અભાવ તેથી તેમને કોઈ સાથે રહેવાની કે કંઈ ગ્રહણાદિ કરવાની ઈચ્છા નથી તેથી તેમને મોહજન્ય કર્મબંધ થતો નથી. માત્ર ૧ સમયનો યોગ નિમિત્તે બંધ થાય છે જે રસ રહિત છે તેથી ટકતો નથી.
બંધના બે પ્રકાર: (અ) વિસસા (બ) પ્રયોગ અ) વિસસા: કુદરતી રીતે પુદ્ગલો બંધાઈ જાય ને છુટા પણ થઈ જાય તે વિસસા.
મેઘધનુષ્યની રચના જુદા જુદા રંગો-આકારમાં ગોઠવાઈ અને આપણે આ દષ્ય જોયું. આપણને ગમ્યું તો એમાં બંધાઈ ગયા ને કર્મોનો બંધ આત્મા પર થયો, એના સ્વભાવ પ્રમાણે આ થઈ ગયું. આપણે માત્ર એને જાણવાનું હતું, શેયના જ્ઞાતા બનવાનું હતું પણ આપણે એમાં માથું માર્યું, આપણને ગમ્યું તે પછી એની બીજામાં પ્રભાવના કરી. કુદરતમાં ઘટના ઘટી એ એનો સ્વભાવ એ એના સ્વભાવ પ્રમાણે વર્યા અને આપણે આપણા સ્વભાવમાં ન રહ્યા, સારા-નરસાનો પરિણામ થયો તો કર્મો બંધાયા. અગાસીમાં રહેલા હનુમાને વાદળોની લીલા જોઈ ને થોડીવારમાં એ વાદળો વિખેરાઈ ગયા. એમાંથી એમણે સાર લઈ લીધો, ને અનિત્ય ભાવના પર ચડી ગયાને આત્મહિતનું કાર્ય
140 | નવ તત્ત્વ
Page #158
--------------------------------------------------------------------------
________________
સાધી લીધું. જીવના પ્રયત્ન વિના સહજ પરમાણુઓ ભેગા થાય અને પોતાની મેળે બંધાય તે કુદરતમાં ઘટનાઓ જે બને છે તેનું કારણ પરમાણુઓ જ્યારે વિષમ માત્રાએ ભેગા થાય ત્યારે તે સહજ બંધાય, એ જ પ્રક્રિયા આપણામાં પણ આવી. સામેવાળો માન-સન્માદિ કંઈક આપે કે સ્નેહ ભાવ બતાવે તો બંધાવાનું મન થાય છે પણ સામો જો વૈરાગી હોય તો ત્યાં બંધાવાનું મન થતું નથી. જે પોતાનામાં તૃમ તે બહાર નહીં જાય પણ જેને પોતાનામાં સંતોષ ન હોય તે જ પરમાં જાય, આ નિયમ છે. આપણા ગુણોમાં તૃપ્તિ ન થઈ માટે આપણે પુદ્ગલના ગુણોમાં ગયા. વિષમતા એ બંધાવાનું કામ કરે છે ને સમતા એ બંધને તોડવાનું કાર્ય કરે છે. માટે સમસ્વભાવમાં આવ્યા વિના આત્મા કદી નિર્જરા કરી શકવાનો જ નથી. વિસસા બંધના ૩ પ્રકાર છે. ૧) બંધન પ્રત્યયઃ બે કે વધારે પરમાણુ ભેગા થાય ત્યારે બંધાય તે કુદરતી
રીતે બંધ થાય છે. તે જીવના પ્રયત્ન વિના પ્રવૃત્તિ ચાલે છે. દા.ત.
મેઘધનુષ્યનું નિર્માણ. ૨) પાત્ર પ્રત્યય બંધ: શેરડીના રસને ઉકાળીને જેવા આકારમાં ઠારવામાં
આવે તેવો ઘાટ થઈ જાય છે. દા.ત. ગોળમાં. રસ તરીકે એમાં આપણને રસ ન આવ્યો પણ આકાર આવ્યો, તેમાં આપણને રસ પડયો વસ્તુ કરતા આકારની કિંમત આપણને વધારે છે. પુદ્ગલનો એ પ્રમાણે થઈ જવાનો સ્વભાવ હતોને આપણે એમાં લેવાઈ જઈએ, દષ્ટિમાં તરત ફરક પડી જાય. પ્રવાહીમાં એટલો રસ નથી પડતો પણ આકાર એ આકર્ષણનું કારણ બને. મોહનું કાર્ય રૂપ, આકારને પકડવાનું. તેથી આત્માને પોતાના નિરાકાર આત્મ સ્વરૂપનો ઉપયોગ નહીં હોય તો આત્માને છોડી મુલાકાર રૂપે
થવા પ્રવર્તમાન થશે. ૩) પરિણામ પ્રત્યય બંધ: કર્મોનો આત્મા સાથે બંધ થાય એટલે આત્માને
કર્મોનો બંધ વિગ્રહગતિમાં પણ ચાલુ છે. આત્મા પોતાના સ્વભાવમાં નથી, પુદ્ગલના સ્વભાવમાં છે માટે કર્મબંધ ચાલુ જ છે. મમતાના પરિણામને છોડતા નથી. મોક્ષમાં જતો આત્મા પોતાનું બધું સ્વેચ્છાએ છોડીને જાય, માટે તેને બંધ થતો નથી.
અજીવ તત્ત્વ | 141
Page #159
--------------------------------------------------------------------------
________________
સિદ્ધની આજ્ઞા-જીવ તું સત્તાએ સિદ્ધ છો માટે “જીવ તું સિદ્ધ થા.”
હું જીવ છું અજીવ નથી પણ વર્તમાનમાં અજીવમય બનેલો છું હવે માત્ર જીવમય બનવાનું છે એ જ મુખ્ય સાધના છે અને એ જ એની મુખ્ય સિદ્ધિ છે. સિદ્ધમાં પણ જીવ જ છે ને નિઃસંગ દશામાં રહેલા છે, માટે નવપદમાં હવે આપણને સિદ્ધપદ જ ગમવું જોઈએ. “નમો સયા સવ્વ સિદ્ધાણં” આ પદની અંદર સત્તાગત સિદ્ધપદનું સ્મરણ કરવા દ્વારા તેને સિદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાની પ્રક્રિયા મૂકેલી છે. એટલે સમગ્ર જીવરાશિને સિદ્ધ સ્વરૂપે અને પોતે પણ સિદ્ધ સ્વરૂપી જ છે એ પ્રમાણે સર્વજ્ઞ વચન માની અને એ પ્રમાણે સિદ્ધ થવાનો જ પ્રયત્ન કરે આ નિશ્ચય હોવો જોઈએ. સિદ્ધ સિવાય કાંઈ પણ બનવા જેવું નથી બધે જ પીડા છે. હું સિદ્ધ ન બને ત્યાં સુધી મારે પીડા ભોગવવાની અને બીજાને પણ પીડા આપવા જીવવાનું છે. સિદ્ધ આણંસિદ્ધની આજ્ઞા પણ સિદ્ધ બનવાની જ છે અને તે ભવ્યને લાગુ પડે છે, અભવ્યને લાગુ ન પડે. સિદ્ધપણું પ્રગટ કરવા જાતને અને સમગ્ર જીવરાશિને સિદ્ધપણે માનીને તે પ્રમાણે ઉચિત વ્યવહાર કરશે એટલે સિદ્ધપણું પ્રગટ થશે. જયાં સુધી આપણને આપણા ગુણો ગમતા નથી ને પુગલના ગુણનું આકર્ષણ છે ત્યાં સુધી સિદ્ધપણું પ્રગટ થવાનું નથી.
આપણને પુદ્ગલથી સુખ મળવાનું છે એની ભ્રાન્તિ થઈ ચૂકી છે. સ્વાત્માના ગુણોથી સુખ છે એ વાત માનવામાં આવતી નથી. પુગલનું આકર્ષણ છૂટે નહીં અને સ્વગુણોનું આકર્ષણ ન થાય ત્યાં સુધી ધર્મની શરૂઆત પણ નહીં થાય. મોહના ઉદયે ભોગોમાં કદાચ આનંદ પણ આવે તે મોહનો ઉદય શાંત પડે પછી એને પશ્ચાતાપ થશે ને તો જે કાન્તા દષ્ટિમાં આવેલા આત્મા છે તે અપૂર્વ વૈરાગ્યદશાના બળે મનને શ્રુત જ્ઞાનની ધારામાં લગાવી દેશે ને કાયા દ્વારા ભોગ ભોગવતા પણ નિર્જરા કરશે. ગુણનો ઉઘાડ વધારે, ગુણોનો પક્ષપાત વધારે તેટલો મોહ પર કંટ્રોલ આવે. સર્વજ્ઞના વચન દ્વારા આત્મામાં અનંત સુખ પડેલું છે અને એને આત્મા ભોગવી શકે છે. આ નિર્ણય ન થયો ને તેના કારણે તેને રુચિનો પરિણામ સ્વગુણોમાં ન થયો માટે પરમાં જ એને સુખ લાગે છે માટે જ પ્રથમ શ્રદ્ધાની વાત મૂકી છે. સમતિ વિણ શ્રદ્ધા નહીં. આત્માને પોતાના ગુણ વૈભવનો નિર્ણય નથી માટે જ એ આત્મહિતનો નિર્ણય કરી શકતો નથી. આત્મા સ્વ કે પરની આત્મજયોતિને પકડી લે તો તેના રાગના પરિણામ નાશ પામી જાય પછી એને કોઈ દમન કે મિત્ર લાગે જ નહીં, પછી કોઈને આપણે પીડા આપવાની નથી.
142 | નવ તત્ત્વ
Page #160
--------------------------------------------------------------------------
________________
આપણે કોઈને પીડા આપીશું નહીં તો આપણને પણ પીડા મળશે નહીં.
જ્યારે આત્મા પરના સંયોગ સંબંધથી નિવૃત્ત પરિણામવાળો બને ત્યારે જ તે સ્વના પરિણામવાળો બને. પરનો અનાદિનો પુદ્ગલનો સંયોગ જે આત્માને થયો છે તેથી મોહના પરિણામથી બંધાયેલો છે માટે મોહના પરિણામને છોડવાનો છે, તો જ આત્મા પોતાની અલિપ્ત અવસ્થા-અસંગ દશાને પામી શકે અને ભેદજ્ઞાન દ્વારા જ આત્મા પોતાના સ્વરૂપને જાણી શકશે અને એને પ્રગટ કરી શકશે. વર્તમાનમાં આત્મા માત્ર દ્રવ્ય સ્વરૂપે નથી પણ પુદ્ગલના સંયોગવાળો છે અને આપણા જ્ઞાનમાં એનો ઉપયોગ ન આવે તો જ્ઞાન પોતાનું કાર્ય કરતું નથી. જ્ઞાનનું કાર્ય શેયને જાણવાનું છે. જેનું અસ્તિત્વ છે તેને જાણવાનું છે. જ્ઞાન આ કાર્ય કરતું થાય તો જ આત્માના હિતની શરૂઆત છે. જે આત્માના અહિતમાં કારણ છે એનાથી આત્માને છૂટવાનું છે તેના પ્રત્યે હેય પરિણામ આવવો જોઈએ. આત્માના વીર્ય પરિણામ હેયથી છૂટા થઈ સ્વમાં પરિણમવો જોઈએ. આત્મવીર્ય પોતાના ગુણમાં ન પરિણમે તો સ્વાત્માનો અનુભવ થઈ શકે નહીં. આત્મા અને પુદ્ગલ બન્નેનો ભેદજ્ઞાનરૂપે ઉપયોગ આવવો જોઈએ. ઉપયોગની શુદ્ધિ થાય તો જ સાધનાની શરૂઆત થાય.
સાધનામાં જરૂરી શું છે? સૌ પ્રથમ સાધ્યનો નિર્ણય. સાધ્ય શું છે? સ્વાત્માની સત્તામાં રહેલી સ્વરૂપ અને સ્વભાવની પૂર્ણતા. બન્નેની પૂર્ણતામાં પ્રથમ જ્ઞાનાદિ ગુણ સ્વભાવની પૂર્ણતા સાધવાની છે ઘાતિ કર્મો નાશ થયે છતે કેવળજ્ઞાનાદિ ગુણોની પૂર્ણતા પ્રગટ થાય, બધીજ અઘાતિ નાશ થશે તે માટે પોતાના અરૂપી સ્વરૂપની પૂર્ણતા ઉપયોગમાં સતત રહેવી જોઈએ. જો આત્માને સ્વરૂપની પૂર્ણતાનું ભાન ન હોય, અરૂપી, અક્ષય, અગુરુલઘુ ને અવ્યાબાધ છું એ ઉપયોગ ન હોય તો મોહનો પરિણામ ઉભો થાય છે, તો હું રૂપી છું, મરી જઈશ, નાનો કે મોટો છું ને પીડા પામી રહ્યો છું આ ઉપયોગ તો ચાલુ જ છે, તો આત્મવીર્ય પોતાનું કાર્ય નહીં કરી શકે. માટે સ્વરૂપનો ઉપયોગ પ્રથમ જરૂરી છે અને સાધનામાં સતત સ્વરૂપનો ઉપયોગ રાખીને સ્વભાવને પ્રગટ કરવાનો છે, “આત્મા છું ને શરીર નથી” આ ઉપયોગમાં સદા રહેવાનું છે. • બંધના કારણો : ૧) મિથ્યાત્વ : શરીરના સંબંધને જે આત્મા છોડી શકે તે જગતના તમામ
સંબંધોને સહેલાઈથી છોડી શકે કારણ કે બધા સંબંધોમાં મારાપણું – મૂળ શરીરનું મારુંપણું છે. કોઈ સાથે સંબંધ બંધાવાનો સ્વભાવ જીવનો નથી પણ
અજીવ તત્ત્વ | 143
Page #161
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વના ઉદયથી બધાને પોતાના માન્યા અને ચારિત્રમોહનીયના ઉદયથી બધાની સાથે મમતાના પરિણામથી બંધાઈ ગયો એટલે કર્મબંધની શરૂઆત થઈ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ આ જ બંધના કારણો છે. તે છે ત્યાં સુધી આત્માને સતત કર્મબંધ ચાલુ છે, જેનું અસ્તિત્વ જેવું છે તેવી રીતે તેનો સ્વીકાર કર્યો ને વિપરીત રૂપે સ્વીકાર કર્યો - વિપરીત માન્યતાથી
બંધાયો એટલે કર્મબંધ થયો, આ મિથ્યાત્વના કારણે થયું. ૨) અવિરતિ પરની સાથે બંધાઈને રહેવું તે – વિરક્ત ન થવું. છોડવા છતાં પણ
છૂટવાના પરિણામ ન આવવાથી કર્મબંધ થાય. સામાયિકમાં છતાં ઘરમાં વહુ શું કરે? છોકરાઓ શું કરે છે? તે વિચારો ચાલ્યા કરે તો કર્મબંધ ચાલુ છે. મન ત્યાં બંધાયેલું છે માટે કર્મબંધ ચાલુ જ છે. બે ઘડી માટે વિરતિનો સ્વીકાર કર્યો છે તો ઘરવાળા સાથે કે ઘર સાથે કોઈ વ્યાપાર ન કરવાનો નિર્ણય કર્યો છે છતાં ચિંતા ચાલુ જ છે. જોઈને નથી ચાલતાં, જીવરક્ષાનો હેતુ નથી તો અર્થાપતિથી મારવાનો પરિણામ છે. સ્વ પર રક્ષાનો હેતુ પરિણામ જરૂરી છે. બચવાનો-બચાવવાનો પરિણામ આવી જાય તો તરત જ જોઈને ચાલવા લાગે. સામાયિકના પરિણામની ચિંતા નથી, વિરક્ત ભાવ નથી તો સંસારમાં રહેવાનો પરિણામ ઉભો જ છે માટે તે નિમિત્તે બંધ ચાલુ જ છે. ૩) કષાય? આત્માના સ્વભાવ પ્રમાણે ન પ્રવર્તવું તે જ મોહનો પરિણામ અર્થાત્
પુદ્ગલના સ્વભાવ પ્રમાણે પ્રવર્તવાનો ભાવ તે જ મોહનો પરિણામ છે. પુદ્ગલના ગુણોમાં સુખના અનુભવરૂપે ભ્રમ થવો તે જ મોહનો પ્રભાવ છે. મોહના ભ્રમેસ્વના અસ્તિત્વને બદલે પુદ્ગલ સાથે સીધું જોડાણ કર્યું. શરીરાદિ
યોગમાં મારાપણાનું જોડાણ થવાથી સતત કર્મબંધ ચાલુ રહે. ૪) યોગ મન-વચન કાયારૂપ પુદ્ગલ આત્મવીર્યના જોડાણ રૂપ પ્રવૃત્તિને યોગ.
માટે જ્ઞાની ભગવંતોએ આવા પ્રકારના ભેદજ્ઞાનની વાત કરી કે, આત્માના
સ્વરૂપના અને સંસારની અવસ્થાના ભાન માટે સાધના જરૂરી છે. આ બેનો નિર્ણય ન થાય તો સાધનામાં ભાવ પ્રાણોની કચાશ આવે. સાધના ક્યારે બને? સાધના છે દ્રવ્ય પ્રાણની સાથે વર્તમાનમાં જેટલા અંશે આપણા ભાવ પ્રાણ ખુલ્લા છે તે તેમાં ભળે ત્યારે જ સાધના બને છે. દ્રવ્ય પ્રાણની સાથે મારા ભાવ પ્રાણ જોડાઈ રહ્યાં છે કે નહીં એ જાણવા માટે જ પ્રણિધાન અને
144 નવ તત્ત્વ
Page #162
--------------------------------------------------------------------------
________________
નિસીહિ એ બે વાત સાધનાની શરૂઆતમાં મૂકી. જે સાધ્ય સિદ્ધ કરવાનું છે એ પ્રણિધાન અને તે સિવાયના બધાનો ત્યાગ (નિસહિ) મૂક્યો છે. આપણે અંદર હોઈએ તો આ બધી વાતો બને અને તો જગતમાં બીજા બધા કરતા પોતાના આત્મા પ્રત્યે અપૂર્વ પ્રેમ ઉભરાશે અને ત્યારે જ આ બધું બનશે. હમણાં તો પ્રાયઃ આપણે મુડદાલની જેમ જ આરાધના કરીએ છીએ અથવા તો જગતને બતાવવા માટે આરાધના કરીએ છીએ. ૪થા ગુણઠાણા પર ભેદજ્ઞાન રુચી પૂર્વક હોય. પમા ગુણઠાણેથી વિરતિ પૂર્વકનો ક્રિયા યોગ ધ્યાન યોગરૂપ છે ને આ તમામ ક્રિયાયોગ નિર્જરા માટે મૂકવામાં આવ્યો છે, ક્રિયાયોગમાં જો સ્વભાવમય ન બને તો શુભભાવ અને શુભ પ્રવૃતિ વડે પુણ્ય બંધાઈ જાય.
આપણામાં ચેતના છે તેને જાગ્રત કરવાની છે તો ક્રિયા શુદ્ધ થાય. બ) પ્રયોગબંધ: જીવના પ્રયત્ન વડે થાયતે (ઘડાનું નિર્માણ થવું) તેના ત્રણ પ્રકાર : (૧) આલપન બંધ (૨) આલિન બંધ (૩) શરીર બંધ. ૧) આલપન બંધ : દોરડા કે શણ વગેરેથી ઘાસ કે લાકડા વગેરેના ભારા
બાંધવા એને છોડતા કેટલી વાર લાગે? તરત છૂટી જાય. જઘન્ય સ્થિતિ:
અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતકાળ. ૨) આલિન બંધ: એકમેક બનીજાય જલદીનછૂટે. સ્નિગ્ધતા વધારે હોય તેથી
જલદીનછૂટે.તેના૪પ્રકાર છે. (શ્લેષણા, સમુચ્ચય, ઉચ્ચય, સર્વસંતનન) ક) શ્લેષણા બંધ: દિવાલ, માટીમાં સ્નિગ્ધતા છે. સીમેન્ટમાં માટી કરતા પણ સ્નિગ્ધતા વધારે કાળી માટી ચીકણી હોય, લાખ-જેમ સ્નિગ્ધતા વધારે તેમ
બંધ મજબૂત થાય, કાદવ, ઘટ, સ્તંભ. ખ) સમુચ્ચય બંધ ઃ તળાવ, વાવ, કૂવા, દેવમંદિર કોટ, સૂપ વગેરેમાં ચૂનો
વગેરે ઘણી વસ્તુઓનો બંધ થાય છે. (જઘન્ય અન્તર્મુહુર્ત ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ.
સંખ્યાત કાળ પછી તે પરમાણુઓ છુટા પડે.) ગ) ઉચ્ચય બંધ: કચરો, રાખ, લાકડા વગેરેનો ઢગલો. પણ પવનનો ઝપાટો
આવે તો તરત ઉડી જાય. લોટ ઉડી જાય પણ તેમાં ઘી, તેલ, પાણી વગેરે નાખીને પીંડ બનાવ્યો તો લોટ ઉડશે નહીં. જેટલી સ્નિગ્ધતા વધારે તેટલો કર્મબંધ વધારે મજબૂત બને છે. રાગ, આસક્તિ વધારે તેટલો કર્મબંધ તીવ્ર
અજીવ તત્ત્વ | 145
Page #163
--------------------------------------------------------------------------
________________
થાય, જેટલો વિરકત ભાવ તેટલો કર્મબંધ ઓછો થાય. આ બધો પુદ્ગલનો સબંધ છે અને આત્માના એ સંબંધો તો છે જ નહીં. પણ પુદ્ગલનો સંયોગ
થયો ને એનો સ્વભાવ આત્માએ ગ્રહણ કરી લીધો માટે કર્મ બંધ થયો. ઘ) સર્વ સંહનન બંધ : દૂધમાં પાણીનું મેળવવું તે. મેળવવા છતાં પાણીનું જૂદું
અસ્તિત્વ દેખાય નહીં. બન્ને દ્રવ્યો ચીકાશવાળા છે પણ બન્ને પાછા જુદા થવાના સ્વભાવવાળા છે. જો દૂધને ગરમ કરવામાં આવે તો પાણી છૂટું પડી જાય. સંયોગ સંબંધ છે. તાદાભ્ય સંબંધવાળા નથી. પર સાથે છૂટા થઈ જવું ને સ્વ આત્મા સાથે જોડાઈ જવું એ જ મોક્ષમાર્ગ છે. સ્વભાવમાં રમણતાના બદલે આત્માની પરમાં ભ્રમણતા થઈ રહી છે તેને હવે બંધ કરીને સ્વમાં રમણતા કરવી એ જ જિનની પરમ આજ્ઞા છે. પરના સંયોગના કારણે આત્માની સ્થિરતા ગઈ ને ભ્રમણ શરૂ થયું છે તેને હવે છોડવાનું છે ને સ્થિરતાને મેળવવાની છે. તે માટે જ્ઞાની ભગવંતોએ ભેદજ્ઞાન કરવાનું કહ્યું છે ને તે માટે નવતત્ત્વમાં પરિણામિ જીવ મુક્ત ગાથા મૂકવામાં આવી છે. તમામ દ્રવ્યોનો મૂળભૂત સ્વભાવ એ જ છે કે પર દ્રવ્યમાં પોતાના સ્વભાવને છોડીને પ્રવેશ કરે નહીં, સ્વભાવને છોડયા વિના પરસ્પર એક બીજાને સહાયક બને છે. સિદ્ધ સિવાયના તમામ સંસારી આત્માઓને કર્મના કારણે કાયાનો વિકાર પ્રાપ્ત થયો છે. કષાયને વશ થયેલા તેવા આત્માઓ સ્વભાવ પ્રમાણે પૂર્ણ વર્તી શકતા નથી. કેવલી ભગવંતો કાયામાં છે ને તેમને અઘાતિ કર્મનો ઉદય છે. છતાં તેમને પૂર્ણ ભાવ છે અને તેઓ પોતાના સ્વભાવમાં પૂર્ણ વર્તી શકે છે કારણ કષાયનો-(મોહનો) સર્વથા અભાવ છે તેથી તે આત્માઓ પૂર્ણ રીતે સ્વભાવપણે વર્તી રહ્યા છે. એમને પુદ્ગલની આધીનતા નથી. આત્મા પરથી મોહના શાસનને હટાવવા માટે જ પરમાત્માએ જિનશાસનની સ્થાપના કરી અને તેની માટે જ તત્વનો પરિચય કર એ આજ્ઞા મૂકી. જગતના જીવ માત્રનું ધ્યેય તો સુખી થવાનું જ છે. કોઈ આત્મા પીડા કે દુઃખને ઈચ્છતો નથી પરમાત્મા પણ જગતના જીવો સુખી થાય તેવું જ ઈચ્છે છે. માટે જ “સવિ જીવા કરું શાસનરસી' ની ભાવના ભાવી. પરમાત્માને જ્યારે નિર્મળ વરબોધિરૂપ સમ્યગ્રદર્શન થાય ત્યારે તે એ કારણે આ ભાવના ભાવે છે. જિન શાસનને પામીને આત્મા તેવા પ્રયત્નો કરે જેથી એકાંત હિત થાય. આવું શાસન છે છતાં
વાડાબંધી, નાકાબંધી દ્વારા જીવ શાસનને પામીને પણ હિતને બદલે આત્માનું 146 | નવ તત્ત્વ
Page #164
--------------------------------------------------------------------------
________________
અહિત જ કરે છે. શાસનને તત્ત્વથી બરાબર સમજીશું તો જ એનો સ્વીકાર થશે અને તો જ આપણે એને પામીને સુખી થઈશું નહીં તો એમાંથી એવી વાત પકડીશું કે જેનાથી પુણ્ય બંધાય અને બાહ્ય સુખી થઈ સંસાર પરિભ્રમણ વધારશું. ૩) શરીર પ્રયોગ બંધઃ તેના બે ભેદ. (અ) પૂર્વ પ્રયોગ અને (બ) અભૂતપૂર્વ
પ્રયોગ.
(અ) પૂર્વ પ્રયોગબંધ : દારિક શરીરથી બહાર નીકળેલા તેજસ કાર્પણના પરમાણુઓ અન્ય કષાયાદિ સમુદ્ધાતમાં પુનઃસંકોચાય ત્યારે જે શરીરબંધ થાય તે પૂર્વ પ્રયોગ શરીરબંધ છે. કષાય સમુઠ્ઠાતમાં કર્મો જેટલા ખરે તેનાથી વધારે બંધાય.
શરીરનું બંધારણ થાય ત્યારે જીવ તૈજસ ને કામણ બે શરીર સાથે લઈને જ્યાં જાય અને ત્યાં રહેલા પુદ્ગલોને ગ્રહણ કરે. દેવ અને નારક વેક્રિય પુદ્ગલોને ગ્રહણ કરે, મનુષ્ય અને તિર્યંચો ઓદારિક વર્ગણાને ગ્રહણ કરશે અને તેજસ-કાશ્મણ સાથે એને બાંધશે અને નવું શરીર બંધાશે. બે શરીર હતા ને ત્રીજા શરીરની રચના થઈ એટલે આત્મા આ ત્રણ શરીરમાં પૂરાયો. વ્યવહારથી કહેવાશે કે જીવનો જન્મ થયો. હકીકતમાં તો ઔદારિક શરીરનો જન્મ થયો. આ શરીર સમગ્ર અશુચિ પદાર્થોથી ભરેલું છે. સ્થાન પણ અશુચિમય, પુદ્ગલો લીધા તે પણ અશુદ્ધ, ને નિર્માણ થયેલું શરીર પણ અશુદ્ધ. ઔદારિક શરીરનું નિર્માણ થતાં અંતઃમુહુનો કાળ લાગે. એક ભવના આયુષ્યની પૂર્ણાહુતિ પછી તરત જ બીજા ભવના આયુષ્યનો ઉદય થવાથી ખપવાની શરૂઆત થઈ જાય છે. નવો દેહ બંધાયો ત્યારે તો અસંખ્ય સમયો પસાર થયા. નવ મહિનામાં કેટલો બધો કાળ પસાર થઈ ગયો છે ને જન્મે ત્યારે ખુશાલીમાં પેંડા વહેચાય!! ત્યાં સુધીમાં તો કેટલાય મરણ થઈ જાય, જેટલા સમય પસાર તેટલા મરણ થઈ જાય જન્મને મરણ એ બન્ને ઘટના બની તેમાં પુદ્ગલનો સ્વભાવ કારણ છે. સિદ્ધઅવસ્થાને બદલે આત્માની જન્મ અવસ્થા ઊભી થઈ. આ બધામાં આત્મવીર્ય ખૂબ ખર્ચાયું તેના કારણે આત્માને ભયંકર પીડા થાય, પુદ્ગલ ગ્રહણ કરવું એ આત્માનો સ્વભાવ નથી ને એને ગ્રહણ કરે છે તે પૂર્વ શરીર પ્રયોગ બંધ.
(બ) અભૂતપૂર્વ પ્રયોગ બંધ ઃ આઠ સમયના કેવલી સમુદ્યાતથી નિવૃત્ત થયેલા કેવલી ભગવંતને પાંચમા સમયે તેજસ કામણ શરીર હોય ત્યારે પરમાણુઓને સંહરતા જે શરીર બંધ થાય તે અભૂતપૂર્વ પ્રયોગ શરીરબંધ
અજીવ તત્વ | 147
Page #165
--------------------------------------------------------------------------
________________
કહેવાય. આત્મપ્રદેશો વિસ્તૃત થતાં તેજસ-કાશ્મણ શરીર પણ વિસ્તૃત થાય અને આત્મપ્રદેશો સંકોચાતા એ બેઉ શરીરનું પણ સંકોચન થાય. કેવલી સમુહ્વાતમાં આયુષ્ય કરતા નામ-ગોત્ર અને વેદનીયના જે વધારે કર્મ હોય તે ખરી પડે. આત્મા પોતાનો આનંદ કેમ વેદી શકતો નથીઃ
આત્મા પરથી નિઃસંગ બને અને પોતાના ગુણોની સાથે સંગવાળો બને તો પોતાનામાં રહેલા પરમ આનંદને વેદી શકે, પણ પરના સંગવાળો બને તો આનંદ દબાઈ જાય ને પીડા ને વેદ. પીડા બે પ્રકારની છે દ્રવ્યપીડા ને ભાવપીડા, એ ભિન્ન ભિન્ન સ્વરૂપે લાગણી રૂપે થાય છે. આત્મા જ્યારે લાગણી વગરનો હોય ત્યારે તે વીતરાગ સ્વરૂપે છે. મોહનો ઉદય થાય ત્યારે આનંદ દબાય ને લાગણીઓ ઉભી થાય ત્યારે આત્મા સ્થિતપ્રજ્ઞ સ્વરૂપે રહી શકતો નથી. પરનાં સ્વભાવ રૂપે થવું તે જ લાગણી. લાગણી થવાનું કારણ શું? જ્યાં સુધી પોતાના સ્વભાવનો નિર્ણય નથી ત્યાં સુધી એ પરના સ્વભાવ સાથે જોડાયેલો છે. દ્રવ્ય પીડાથી અવ્યાબાધ ગુણ દબાયો. આત્માનું સ્વરૂપ જ એવું છે કે એને કોઈપણ દ્રવ્યથી પીડા થાય જ નહીં પણ પર સંયોગ છે ત્યાં સુધી દ્રવ્ય પીડા છે. સિદ્ધના જીવોને દ્રવ્ય પીડા પણ નથી. સિદ્ધશીલા એ સ્ફટિકમય સ્થાવરકાયની બનેલી છે. ત્યાં બહાર સ્થાવરકાય જીવો રહેલા છે. સિદ્ધશીલા ને લોકાંતની વચ્ચે એક યોજનાનું આંતર છે. ને ૩૩૩ ૧, ધનુષ સુધી (૫૦૦ ધનુષની કાયાવાળો) ના આકાશ પ્રદેશમાં આત્મ પ્રદેશો રહેલા છે ત્યાં જ અનંતા બીજા આત્માઓ એક સાથે રહેલા છે. ત્યાં કોઈને કોઈની (એક બીજાની) નડતર નથી. એકબીજામાં સમાઈને રહ્યા છે છતાં બધા જ આત્માઓ સ્વતંત્ર છે.
આકાશ એક અખંડ દ્રવ્ય છે. લોક અને અલોક એમ બે વિભાગ પાડવાનું કારણ ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય છે. તે બંને માત્ર લોકમાં જ છે અલોકમાં નથી. તે જીવ ને પુદ્ગલને ગતિ ને સ્થિતિમાં સહાયક બને છે. જીવ ઊર્ધ્વગતિ સ્વભાવના કારણે અલોકમાં પણ જઈ શકે પણ એને ગતિમાં સહાયક ધર્માસ્તિકાય અલોકમાં ન હોવાથી તે ત્યાં ગતિ કરી શકતો નથી. આથી લોકાંતપર અનાદિકાળ સુધી સ્થિર રહેશે. પર સંયોગી જયાં લગે આતમા સંસારી કહેવાય જ્યાં સુધી પરના સંયોગમાં આપણે રહીશું ત્યાં સુધી સંસારી અને ત્યાં સુધી પીડા પામવાના. સર્વજ્ઞની વાતમાં ક્યાંય વિપર્યાલ નહીં આવે. સિદ્ધનો આત્મા જ્યાં રહેલો છે ત્યાં પણ પુદ્ગલ વર્ગણા રહેલી છે છતાં તે ગ્રહણ કરતા નથી.
148 | નવ તત્ત્વ
Page #166
--------------------------------------------------------------------------
________________
કષાયો નીકળી ગયા તો પણ કર્મરજ જ્યાં સુધી છે ત્યાં સુધી બંધ પણ છે જ. માટે જ તમામ સંયોગથી છૂટવું એ જ ધર્મ છે. આત્માને સુખી બનાવવો હોય તો ત્યારે જ બની શકે જ્યારે એ સર્વ સંયોગથી છૂટે. મિથ્યાત્વના ઉદયના કારણે જેને આ વાત નથી સમજાતી તેઓ જ એમ કહે કે સંયોગો છોડ્યા વિના પણ રાગ-દ્વેષ ન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય પરંતુ સંસારનું મૂળુ જ સર્વ સંયોગો છે. જે આત્મા સર્વશની સર્વ વાતને માને અને એ પ્રમાણે કરવાની રુચિ ધરાવે અને શક્તિ પ્રમાણે કરે તો પણ સર્વજ્ઞની પૂર્ણ અજ્ઞાની અચિ પૂર્વકની અલ્પ પણ આચરણા પૂર્ણફળના કારણરૂપ બને અથવા તે તે ગુણની પૂર્ણતા સંબંધીનો અનુબંધ પડે છે. દષ્ટિની નિર્મળતા વિનાના પ્રબળ આચાર કયારેય ફળતા નથી. જો પૂર્ણ બહુમાન સર્વજ્ઞ પ્રત્યે પ્રગટ થયું હોય તો તેમની પ્રથમ જે આજ્ઞા હોય તે પહેલા કરીએ કે પછીની આજ્ઞા પ્રથમ કરીએ? આપણે શું કરીએ છીએ? મિથ્યાત્વને પરિહરવાની પ્રથમ આજ્ઞાને ગૌણ કરીએ છીએ અને સામાયિકાદિ આચાર પાલનની બીજી આજ્ઞા પાળીએ છીએ જેથી આવા આચાર પાલન દ્વારા મિથ્યાત્વની હાજરી હોવાના કારણે ધર્મ શુદ્ધ થતો નથી.
સામાયિક સફળ ક્યારે થાય??
પ્રથમ આજ્ઞા તો મિથ્યાત્વના ત્યાગની છે, એ થયા પછીની આજ્ઞા સામાયિક, પૌષધ, સર્વવિરતિની છે. પ્રથમ ક્રમની આજ્ઞાને છોડીને બીજા ક્રમની સામાયિક વગેરેને હોંશે હોંશે સ્વીકારીએ છીએ જેથી તે કેટલે અંશે સફળ થાય? ન થાય. સમ્યકત્વ પૂર્વકની સામાયિક હોય ત્યાં સમતાના પરિણામની મહત્તા હોય, આંકડા કે પ્રભાવનાનું લક્ષ ન હોય. પરંતુ સમતાના પરિણામને અનુભવવા માટેનું લક્ષ ન હોય તો સામાયિક સફળ ન થાય. સામાયિક સફળ કરવા માટે સર્વજ્ઞની આજ્ઞા મુજબ વર્તન કરે. સામાયિક ઘરે ન કરતા તે ઉપાશ્રયે જઈને કરે. ઘરેથી ઉપાસે પહોંચતા પહોંચતા તો આત્માને એવા શુભ પરિણામથી ભાવિત કરતો કરતો આવે કે એને નિશ્ચય થઈ જાય કે આજે બે ઘડીનું સામાયિક આવતીકાલે સર્વ સંગના ત્યાગરૂપ સર્વ વિરતિરૂપ સામાયિક મળશે જ કારણ મોહ દૂર થવાથી કર્મની નિર્જરા થાય માટે પ્રભુએ પુણિયા શ્રાવકની સામાયિક વખાણી. કારણ દેશવિરતિમાં જેટલા પરિણામ થાય એની અનુભૂતિ એ કરી શકતા હતા માટે આજે એ દેશ વિરતીથી અનુભૂતિ કરે તો એ ભવિષ્યમાં સર્વ વિરતીથી અનુભૂતિ
અજીવ તત્વ | 149
Page #167
--------------------------------------------------------------------------
________________
કરી શકશે. દેશવિરતિના શુદ્ધ પરિણામમાં હોય તો તે સર્વવિરતિની તીવ્ર ઝંખના પ્રગટાવે. મહત્તા પરિણામની છે.
કામદેવ શ્રાવકને દેવે ઉપસર્ગો કર્યા તેની વાત પરમાત્માએ સાધુ-સાધ્વીઓને કહી કે દેવના ઉપસર્ગમાં શ્રાવક સમતાના પરિણામમાં રહી શકે તો પછી સાધુઓ ને સાધ્વીઓએ વિશેષથી પ્રયત્ન કરવાનો હોય. પ્રશસ્ત એટલે ધર્મના સંયોગ રૂપે જે વ્યવહાર મળ્યો - અનુષ્ઠાન મળ્યું છે અને જે ગુરુ તમને મોક્ષમાર્ગની સાધનામાં સહાયક બની રહ્યા છે તે સામયિક, પૌષધ વગેરે અનુષ્ઠાનો પ્રશસ્ત છે છતાં પણ તેને નિશ્ચયથી હેય જ કહ્યા કારણ વ્યવહાર નિશ્ચયથી તે હેય છે, એને પણ અંતે છોડીને નિરસંગ બનીને સ્વગુણમય બનશે ત્યારે આત્મા સ્વાત્માની અનુભૂતિ કરી શકશે. સંયોગમાં રહેવા છતાં સંયોગથી પર બની જાય ત્યારે જ તે સ્વાત્માની અનુભૂતિ કરી શકે છે અર્થ વ્યવહારથી સામાયિક પૌષધમાં હોવા છતાં જ્ઞાન પરિણામથી આત્માની સાથે આત્માને રહેવાનું છે. યોગી બનીને યોગાતીત બનવાનું છે. પાંચમાં ગુણસ્થાનકથી વિરતિની શરૂઆત છે. તમામે તમામ સંયોગથી આત્માએ વિરક્ત થઈ, પોતે વીતરાગ છે તેને સ્પર્શવું અને અનુભવવું એનું નામ વિરતિ છે. માટે તમામ સંયોગ નિશ્ચયથી હેય અને તે તે ગુણ સ્થાનક તેને ઉચિત વ્યવહારથી ઉપાદેય લાગવા જોઈએ. પુદ્ગલ દ્રવ્ય સિવાય અન્ય કોઈ દ્રવ્યનો સંયોગ આત્માને થવાનો નથી ને એ જ દ્રવ્ય પીડાનું કારણ છે માટે જ પુદ્ગલના ૧૦ પરિણામોની વિચારણા મૂકી છે.
પ્રશસ્ત વ્યવહાર કયારે લાભકારી થાય?? પુગલનો સંગ એદ્રવ્ય સંસાર છે અને એના સ્વભાવ સાથે રુચિ અને અનુભવ રૂપે સંયોગ થવો તે ભાવ સંસાર છે. આત્માનું હિત શું? “સ્વ સ્વભાવ પ્રમાણે વર્તવું.” એ આત્માનું હિત છે. આપણે આત્માના સ્વભાવને છોડીને બીજાના
સ્વભાવ પ્રમાણે બનવાનો પ્રયાસ કરીએ છીએ માટે પીડા થાય છે. બંધસ્વભાવ પુદ્ગલનો છે તે આપણામાં આવી ગયો છે. સામી વ્યક્તિ જો તમારી સાથે રાગ પૂર્વક વ્યવહાર કરશે તો જ તમને ગમશે પણ એ વિરાગી બની ગઈ તો તમને ગમશે નહીં, ત્યાં આદર બહુમાન નહીં આવે. સમગ્ર સંયોગો છે તે અશુભ હોય, શુભ હોય કે પ્રશસ્ત હોય, પણ હેય જ છે. જ્યાં સુધી વીતરાગ બનીને મોહ પર સંપૂર્ણ વિજય મેળવી શકતો નથી ત્યાં સુધી વ્યવહારમાં રહીને સંયોગ કરવો પડે છે. પ્રશસ્ત
150 | નવ તત્ત્વ
Page #168
--------------------------------------------------------------------------
________________
સંયોગમાં પણ એનાથી છૂટવાના ભાવ સાથે તે પોતાના ગુણોની અનુભૂતિ કરવાના લક્ષપૂર્વક રહે તો તે પ્રશસ્ત વ્યવહાર આત્માને હિતકારી થાય.
આત્મા એક દ્રવ્ય છે ને દ્રવ્ય પોતાના સ્વભાવ પ્રમાણે વર્તવું એ જ આત્માનું હિત છે. સર્વજ્ઞ પરમાત્માના શાસનમાં આત્મહિત સિવાયની કોઈ વાત નથી. આત્મા પોતાના હિત પ્રમાણે વર્તે તો તે બીજાનું અહિત કરી શકતો નથી. તત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિ મ.સા.એ કહ્યું કે, પરસ્પરોપગ્રહો જીવાનાં, જીવે જીવ દ્રવ્ય પર ઉપકાર કરવાનો છે. જીવે જીવ પર ઉપકાર કરવો એ જિનની આજ્ઞા છે. જયવીયરાય સૂત્રમાં પરાર્થકરણ દ્વારા પણ પરોપકારની જ વાત આવી. આપણે ત્યાં પરોપકારની ખૂબ જ વાતો ચાલે છે પણ જો આત્માને પોતાના ઉપર જ ઉપકાર કરવાનું લક્ષ નથી તો તે બીજા પર પણ ઉપકાર કરી શકતો નથી કારણ કે આત્મા પોતાના ઉપર ઉપકાર ન કરે તો એ બીજાના ઉપકારમાં જ નિમિત બને છે. માટે જ આપણું શાસન સ્વપ્રધાન છે. પરમાત્માએ સવિ જીવ કરું શાસન રસીની ભાવના ભાવી તેમાં પોતાને બાકાત ન રાખ્યા. સવિ જીવમાં પોતાનો નંબર પ્રથમ આવે.
કોઈપણ દુઃખી જીવ પીડાને સહન ન કરી શકે ત્યારે સહજ કરુણા ઉભરાય. આ ભાવ પરમાત્માને પરબોધિ સમ્યગદર્શનની હાજરીમાં પ્રગટ થયો છે, તે વિના કરુણાનો ભાવ આવે જ નહીં. દ્રવ્ય પીડા સાથે ભાવ પીડાનું પણ લક્ષ જરૂરી છે. માત્ર દ્રવ્ય પીડા દૂર કરવાનું જ લક્ષ હોય તો તે સમ્યગ્દર્શનની કરુણા નથી. સમયગુદન પરિણામ હોય ત્યારે સ્વ પરની ભાવ પીડા પણ ર કરવાનો પરિણામ હોય જ. માટે જ પરમાત્મા દીક્ષા લેતા પહેલાં વરસીદાનનો વ્યવહાર કરે છે. માત્ર ધન જ આપે એવું નથી, ભોજનશાળા વગેરે પણ ત્યારે ખુલ્લા હોય છે. બધો જ ઉચિત વ્યવહાર પરમાત્મા કરે. સમ્યગદર્શનનો પ્રથમ પરિણામ આસ્તિક્ય છે એ જેમ જેમ નિર્મળ થતો જાય તેમ તેમ કરુણાનો ભાવ પ્રગટ થાય. જગતના જીવોના અસ્તિત્વનું ભાન થયું અર્થાત્ સિદ્ધ-કેવલી સિવાયના જીવો કષાય કર્મના ઉદયને આધીન છે તેવા જીવોને દ્રવ્ય ભાવ પીડા ભોગવતા જોઈને પરમાત્માને પ્રશસ્ત મહા કરુણા ઉભરાણીજ. માટે જ પરમાત્માએ જ કરુણા ભાવમાં શું વિચાર્યું?
જગતના જીવો દુઃખી શા માટે?:
માત્ર જગતમાં જીવનું અસ્તિત્વ જ ચિંતવ્યું. જેવો પોતાના સ્વભાવ પ્રમાણે વર્તતા નથી તે સ્વયં પીડા પામી રહ્યા છે અને બીજાને પીડા આપી રહ્યા છે.
અજીવ તત્વ | 151
Page #169
--------------------------------------------------------------------------
________________
તેઓ પુગલના સ્વભાવ પ્રમાણે વર્તે અને મોહના પરિણામને વશ થાય માટે
ખી થાય છે. આથી પરમાત્માએ ભાવના ભાવી કે જો મારામાં શક્તિ આવે તો બધા જીવોને મોહના શાસનથી મુક્ત કરાવી જિનના શાસનને પમાડી દઉં અર્થાતુ બધા જીવો મોદથી મુક્ત બની પોતાના સ્વભાવ પ્રમાણે વર્તવા મડે તો દુખથી મુક્ત બની આત્મસુખના ભોગી બને.
સ્વભાવની રુચિ થવી એ જ તત્ત્વથી સમ્યગ્દર્શન છે ને સમ્યગ્દર્શન જ્યારે નિર્મળ પ્રગટ થાય ત્યારે જગતનું સાચું સ્વરૂપ જાણે અને એ રીતે જ એને સ્વીકારે. જે સર્વજ્ઞ છે તેઓ પોતાના સર્વજ્ઞ સ્વભાવને પૂર્ણ પ્રગટ કરી ચૂક્યા છે. તેઓ સ્વભાવ પ્રમાણે જ પ્રર્વતી રહ્યા છે. કેવલજ્ઞાન એ પૂર્ણ સ્વભાવરૂપ છે કે જગતમાં જે દ્રવ્યો શેય છે તેનું તે જ રીતે પ્રકાશન કરવું. પરમાત્મામાં કર્તાપણું સ્વસ્વભાવનું છે. તેથી તેઓ પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તે છે. આ શાસન સમજાઈ જાય તો સમાધિ ગમે તેવા સંયોગોમાં રહી શકે છે. મોક્ષ હાથવેંતમાં જ છે. અચિંત્ય પ્રભાવવાળું આ શાસન છે અને એને તત્ત્વથી નહીં સમજીએ તો તેનો પ્રભાવ આપણા પર કદી પણ નહીં પડે. પરમાત્માએ જે વાત જે સ્વરૂપે કહી તે વાતોનો નિર્વિકલ્પ સ્વીકાર કરવો, તેમાં પોતાની બુદ્ધિ ઉમેરવી નહીં તો જ સમ્યગ્દર્શનનો પરિણામ છે. આપણને આપણા સ્વભાવ સિવાય બીજે ક્યાંય રુચિ ન થવી જોઈએ. મિથ્યાત્વના ઉદય પુદ્ગલમાં રુચિનો પરિણામ જીવને થાય, તેનામાં જ પૂર્ણતા માને અને તેને મેળવવા માટે જ આકાશ પાતાળ એક કરે. ૬ ખંડ જીતવાનું પણ પ્રયોજન શું? આ જ. સુભૂમ ચક્રવર્તી બીજા ૬ ખંડ જીતવા નીકળ્યો કોઈની પાસે ન હોય તેટલું મારી પાસે હોય તો બરાબર. આ જ મિથ્યાત્વ.
આપણે પણ આપણી જાત માટે એ વિચારવાનું છે “હું ક્યાં છું, મને શું મેળવવાનો ભાવ છે? માર્ગમાં છું કે નહીં?” સમુદ્રના કિનારે ઉભો હોય તેને ભરતી વગેરે જોવી ગમે છે પણ મહી પડ્યા તે મહાસુખ માણે આપણને શાસન ગમ્યું પણ તત્વથી તેને ન સ્વીકારીએ તો સંસાર જ વધશે. પણ જો એને તત્વથી પામીએ તો પૂર્ણ સુખને પ્રાપ્ત કરી શકીએ. પરમાત્માના શાસનથી જ વધારે સારો સંસાર મળે. આ જગતમાં વધારેમાં વધારે માન પણ અહીં જ મળે છે. ઈંદ્રો ચક્રવર્તી પણ સાધુને નમે તે દ્વારા માનની પ્રાપ્તિ થાય.
આથી શાસનને પામવા માટે સૌ પ્રથમ ભવ નિર્વેદ મૂક્યો. ભવના ભય વિના
152 | નવ તત્ત્વ
Page #170
--------------------------------------------------------------------------
________________
અહીં આવી ગયા તો ભવોનું સર્જન પણ અહીં જ થશે માટે જ ભવ નિર્વેદ સૌ પ્રથમ મૂકીને મર્યાદા બાંધી દીધી અને તેની માટે “જયવીયરાય ગમવું જોઈએ. જેને વીતરાગ ગમ્યા, જેને ભવનો નિર્વેદ જાગેલો હોય તે જ આત્મા વીતરાગનો જય જય કાર મોઢાથી નહીં પણ નાભિમાંથી કરી શકે. આપણી જાતને તપાસો, શું ગમે છે? જેને વીતરાગ ગમે તેને ભવ નિર્વેદ સહજ હોય, પછી પરમાત્મા પાસે જઈને એની માંગણી શું હોય? વર્તમાનમાં આપણને વીતરાગ નહીં પણ એના દ્વારા મળતું પુણ્ય ખૂબ ગમે છે લોકો પણ જાણે છે કે જગતમાં જિનધર્મ ઊંચામાં ઊંચો છે ને એના દ્વારા જે માન-સન્માન મળે છે તે બધાને ગમે છે પણ આત્મ ધર્મ ગમવો મુશ્કેલ છે.
શાસન એટલે શું?
શાસન એટલે જ આત્માએ પોતાના સ્વભાવમાં આવવું. શાસનમાં આવશે તેવા આત્મામાં મોહનું અનુશાસન હટી જશે અને તે જ આત્મા પીડાથી દૂર થઈ શકશે એટલે કે દ્રવ્ય પીડા તો દૂર થઈ જશે પણ ભાવ પીડાથી મુકત થવા માટે મોદથી મુકત થવાનું છે અને મોહથી મુકત થવા જિન શાસનમાં આપણે આવવાનું છે. આ વાત તત્ત્વથી આપણે ન સમજ્યા તેથી જિન શાસનને પામીને જ વ્યક્તિત્વને પોષીને, સ્થાન વિધિ કે પોતાના માનેલા સત્યના ખોટા હઠાગ્રહની પક્કડ વડે પરસ્પર સંકલેશની વૃદ્ધિ થાય છે. અયોગ્ય અંદર પ્રવેશી ચૂક્યા માટે આવા કાર્યો થાય. બધા ધર્મ કરતા થઈ જાય એવી ઘેલછા લાગી ગઈ માટે યોગ્યાયોગ્યને પ્રધાનતા ન આપતા પરમ શાસન હલકા લોકોના હાથમાં ગયું. દરેક જીવ પોતાની યોગ્યતાનો વિચાર કરે તો શાસન સમજ્યા કહેવાય. ઘેલછાઓ છોડી દેવાની છે. સવિ જીવ કરું શાસન રસીની ભાવના પરમાત્માએ ભાવી પણ શાસનની સ્થાપના કરી ત્યારે પરમાત્માએ આસભવ્ય અપુર્નબંધક દશામાં જે આવેલો છે અને જેને હવે સહજ ભવનો નિર્વેદ થશે, અર્થાત્ જે જિનવચનને રુચિપૂર્વક સ્વીકારવાની યોગ્યતા ધરાવે છે, તેને ઉદ્દેશીને જ દેશના આપી.
માટે જ નમુત્થણે સૂત્રમાં લોગનાહાણ વિશેષણ મૂક્યું. ગૌતમને ગૌશાળો બને એક જ રાશિ. ગૌતમ સ્વામીને તે જ ભવમાં જિન બનવું હતું, જ્યારે ગૌશાળાને જિન કહેવડાવવું હતું. પરમાત્માએ ગોશાળાને તેજોલેશ્યા બતાવી તે તેવા પ્રકારની ભવિતવ્યતા બળવાન હશે. પરમાત્મા વિશિષ્ટ જ્ઞાની અને ઉચિત ફળદાયી
અજીવ તત્વ
Page #171
--------------------------------------------------------------------------
________________
પ્રવૃતિ કરનારા હોય. પરમાત્માથી બતાવાયેલા તેજાલેશ્યા સિદ્ધ કરવા. ગોશાળો પરમાત્માથી જુદા વિચરી તેજોલેશ્યાની સાધના કરી અને સિદ્ધ કરી અને તે જ તેજો વેશ્યા પ્રભુ પર છોડી. અને તે તેજોલેશ્યા પરમાત્માને પ્રદક્ષિણા કરીને પાછી ગોશાળામાં પ્રવેશી ગઈ. ૭ દિવસ સુધી એણે ભયંકર પીડા ભોગવી. અકામ નિર્જરા દ્વારા એની કર્મલધુતા થવાથી એને સાચો પશ્ચાતાપ થયો ને તેને સમકિતની પ્રાપ્તિ થઈ એટલે એણે પોતાના શિષ્યોને કહ્યું કે મારા શબને દોરડા વડે બાંધીને નગરની ગલીઓમાં ફેરવજો, થંકજો ને જાહેર કરજો કે ગોશાળો જિન ન હતો સાચા સર્વજ્ઞ તો મહાવીર છે. આમ સમક્તિ પ્રાપ્તિના કારણે ગોશાળો દેવલોકમાં ગયો. પ્રભુ સમક્તિ પ્રાપ્તિમાં નિમિત્ત બન્યા.
આત્મામાં અસ્થિરતાનું કારણ શું?
આત્માનું જોડાણ બે પ્રકારનું છે- સંયોગ સંબંધ અને તાદાભ્ય સંબંધતેમાં સંયોગ સંબંધ અસ્થિરતાવાળું હોવાથી આત્મામાં અસ્થિરતા પેદા કરે છે. તાદાત્મ સંબંધ અનાદિકાળથી આત્મામાં રહેલા સત્તાગત જ્ઞાનાદિ ગુણનાં સંબંધરૂપ છે. તે સ્થિર સ્વભાવવાળો છે છતાં આત્મા તે ગુણોનો પૂર્ણ અનુભવ કેમ કરી શકતો નથી? કારણ પરનો સંયોગ છે તે અસ્થિર છે. પરિવર્તનના સ્વભાવવાળો છે. પરનો સંયોગ દૂર ન થાય ત્યાં સુધી આત્મા સ્થિરતા પ્રાપ્ત કરી શકે તેમ નથી. પુદ્ગલ ક્યારે પણ સ્થિર ન રહે. આપણી વર્તમાનમાં બે અસ્થિરતા છે યોગ ને ઉપયોગ. પર સંયોગના કારણે સ્વરૂપની અસ્થિરતા રહેવાની ક્યાં સુધી આત્મા યોગથી પૂર્ણ મુક્ત ન થાય ત્યાં સુધી સ્વરૂપથી પૂર્ણ ન થાય અને મોહને પૂર્ણ છોડે નહીં ત્યાં સુધી સ્વભાવની સ્થિરતા પૂર્ણ થતી નથી. આત્માના પ્રદેશો પ્રસંગ છે ને સ્થિર છે, પણ વર્તમાનમાં મોહ અને યોગના કારણે એ અસ્થિર છે. વીર્ય જ્યાં સુધી પુદ્ગોને ગ્રહણ કરે, પરિણમન કરે, વિસર્જન કરે ત્યાં સુધી અસ્થિરતા રહેવાની છે. મનુષ્ય ભવમાં સ્વભાવ ને સ્વરૂપની સ્થિરતા માટે બે કાર્યો કરવાના છે. સંપૂર્ણ મોહથી મુક્તિ અને યોગની મુક્તિ. બહારમાં આપણે ગમે તેટલા સ્થિરતાના પ્રયત્નો કરીએ પણ તે સ્થિર થવાના નથી. ગમે તેટલા મજબૂત ઘર વગેરે બાંધીએ કે સંસારમાં કઈ રીતે સેટ થઈ જઈએ એ જ આપણું લક્ષ છે, પણ ત્યાં કદી સેટ થઈ શકાતું જ નથી. સેટ આત્મામાં થવાનું છે. સ્વભાવમાં સેટ થાય તે સ્વરૂપમાં સેટ થઈ જાય. સ્વભાવ ને સ્વરૂપ બંને ભિન્ન છે. 154 | નવ તત્ત્વ
Page #172
--------------------------------------------------------------------------
________________
છતાં પણ બંને વચ્ચે તાદાત્મ સંબંધ છે તે કદી છૂટા પડવાના નથી. પુલમાં રહીને આપણે પુદ્ગલના સ્વભાવને અને સ્વરૂપને ગ્રહણ કરી લીધા છે, આથી પોતાના સ્વભાવ સ્વરૂપને ભૂલી ગયો અને જેની સાથે રહેવાનું નથી તેની સાથે ગમા પૂર્વક રહે છે.
ધર્મ ક્રિયાની આરાધના કરી પણ સમતા ધર્મની આરાધનાનું લક્ષ ન રહ્યું. વ્યવહાર ધર્મથી સારામાં સારું પુદ્ગલનું સુખ મળે. ધર્મથી બાહ્ય સુખ મેળવવાનો ભાવ રહ્યો પણ આત્મ સુખનું લક્ષ ન રહ્યું. આત્મા સંબંધી ઉહાપોહ જોઈએ. ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો છું, ધર્મ શું છે? વગેરે અનુપર્બધકમાં આવેલા જીવને જિજ્ઞાસા થવી જોઈએ. આપણે બધું જ ગતાનુગતિક જ કર્યું,
ઔદાયિક ભાવનું ઊંચામાં ઊંચું સુખ પણ સર્વજ્ઞાએ બતાવેલી ધર્મની કિયાથી જ મળે તે વિના ન મળે. નવમા રૈવેયકનું સુખ મેળવવા દ્રવ્યથી જિનલિંગે નીરતિચાર સાધુ જીવનની અપ્રમત્તપણે ક્રિયા અને જીવદયાનું પાલન કરવું પડે, માટે જ અભવ્ય ચારિત્રનું પાલન કરીને નવમા સૈવેયકમાં જાય. અન્ય તાપસ ધર્મમાં કહેલી તમામ ક્રિયા અને તપશ્ચર્યાદિ વડે શરીરને હાડપિંજર બનાવી દે તો પણ તેઓ નવમા ગ્રેવેયકમાં ન જાય, પણ જ્યોતિષ દેવલોકમાં જાય. નાનામાં નાના જીવને પણ કિલામણા ન થાઓ એવા પ્રકારનો ઉચ્ચતમ વ્યવહાર સર્વશના શાસનમાં મૂકેલો છે અને એના કારણે એને અપૂર્વ સાતા વેદનીય બંધાય અને એને ભોગવવાનું સ્થાન દેવલોક છે. આથી અભવનો આત્મા આવી ક્રિયાઓ કરવા દ્વારા નવમા ગ્રેવેયક સુધી પહોંચી શકે પણ સાથે મિથ્યાત્વના પરિણામ છે તેથી સંતોષને બદલે તેને સકલેશ જ રહ્યા કરે. આત્માની રુચિ ન થવા દે. એ મિથ્યાત્વનો પરિણામ છે. દરેક આત્મામાં સુખની જ રુચિ રહેલી છે કારણ એ આત્માનો સ્વભાવ છે પણ મિથ્યાત્વના કારણે એને પુદ્ગલમાં જ સુખની રુચિ રહેવાની. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી આત્મા જગતને સુંદર રીતે જાણી ને જણાવી શકે પણ મિથ્યાત્વ મોહન નીકળે તો આત્માની રુચિ ઉભી ન થાય, તો સમ્યગ્દર્શન ન થાય માટે જ આત્માએ તત્ત્વ દ્વારા આત્માના અને પુદ્ગલના સ્વભાવને સ્વરૂપનો નિર્ણય કરવાનો છે. આત્મા પોતે અરૂપી અને તેના તમામ ગુણો અરૂપી. પુદ્ગલ પોતે રૂપી અને તેના તમામ ગુણો પણ રૂપી. બન્ને તન વિપરીત છે.
અજીવ તત્વ | 15s
Page #173
--------------------------------------------------------------------------
________________
પર લક્ષણ તે દુઃખ કહીએ, નિજ વસતે સુખ લહીએ,
આતમ ઘર આતમ રમે, નિજ ઘર મંગળમાળ. આત્માએ સર્વજ્ઞના વચનનો સ્વીકાર વિના સંકલ્પ કરી લેવો જ જોઈએ કારણ મોહથી સંપૂર્ણ રહિત હોવાથી જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ અને પૂર્ણ છે. અને તેથી જ જગત સમક્ષ એમણે પૂર્ણ સત્ય પ્રકાશ્ય છે માટે આપણે તે વાત સ્વીકારીને નિર્ણય પાકો કરી લેવાનો છે. માન્યતાની શુદ્ધિ એ જ મોટામાં મોટું આત્મ હિતનું પ્રથમ કાર્ય છે. એ થાય તો રુચિનો પરિણામ થયા વગર ન રહે. તાવ શરીરમાંથી સંપૂર્ણ રીતે નીકળી જાય તો જ ભોજનની રુચિ થાય. પછી એને સુકો રોટલો મળે તો પણ ચાલે મિથ્યાત્વ ન જાય ત્યાં સુધી આત્માની સાચી રુચિ ન થાય જ, ત્યાં સુધી હજારો બહારના ઉપાયો કરે.
તીવ્રજ્ઞાનાવરણીયના ઉદયે મતિમાં જડતા છતાં “માષતુષ” મુનિ કેમ તર્યા:
જેમ ભાષ0ષ મુનિને તરવાનો પૂર્ણ ભાવ છે ને તરવાની ઝંખના જોરદાર છે તો ગુરુએ પણ એની બુદ્ધિની જડતા જાણીને આગમનો સાર ટુંકમાં માત્ર બે શબ્દોમાં એમને આપી દીધો. “મારુષ ને માતુષ”. તારે કલ્યાણ કરવાનું છે ને તો માત્ર આ બે શબ્દો ગોખ્યા કર. મંત્ર મૂર્ત પુરો વરા ગુરુના વચનને મંત્રરૂપે માની આદરપૂર્વક ગ્રહણ કર્યું ને આદરપૂર્વક પરિણમન કરવાનો પ્રયત્ન કર્યો તો ફળ્યો ને એમનું કલ્યાણ થઈ ગયું... આપણે ત્યાં પાપના ત્યાગ વિના કોઈપણ ક્રિયા કરવાની વાત જ નથી. માત્ર વિરતિપૂર્વકની આરાધના જ ફળદાયક બને છે. માણતુષમુનિને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ નથી પણ સમ્યગ્દર્શન ખૂબ જ નિર્મળ છે માટે ગુરુનો આદર ભાવ, વિધિનો આદર, આજ્ઞાનું બહુમાન, તરવાની ઝંખના, આત્માની રુચિ વગેરે જોરદાર છે તેના કારણે આજુબાજુ ક્યાંય નજર ન કરતા માત્ર બે શબ્દો મારુષ, માતુષ મંત્રરૂપ માની ગોખવામાં મંડી પડ્યા.
જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી નિશ્ચયથી વ્યવહારને પણ હેય માનીને ઉદાસીન ભાવે કરવાનો છે. સાધ્ય વિષે સાવધાન થયેલો શ્રાવક ખાતા ખાતા પણ નિર્જરા કરે. ચાવી-ચાવીને ખાય તો પાચક રસ એમાં વધારે ભળે તો પચવામાં સહેલું પડે એ વિજ્ઞાનનો નિયમ છે અને જેમ ચગળીએ એમાં રાગ ભળે તેમ તેમ આત્મરોગ વધે છે. અનુકૂળ વાપરીને આપણે માયકાંગલા બનીએ છીએ અને લુખ્ખ આયંબિલનું વાપરનારા પરમ મસ્તીમાં રમી શકે છે. 156 | નવ તત્ત્વ
Page #174
--------------------------------------------------------------------------
________________
(૩) ભેદ પરિણામ:
ભેદ પરિણામ પુદ્ગલમાં જ થાય. બીજા દ્રવ્યમાં ન થાય.
I દ્િવ-સૌણ્ય, શૌત્ન-સંસ્થાનभेद तमश्छायाऽऽतपोद्योतवन्तश्च॥
(તત્વાર્થ સૂત્ર-પ-૨૪) તત્વાર્થ સૂત્રમાં પુદ્ગલના શબ્દ, બન્ધ, સૂક્ષ્મ, સ્થલ સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ, ઉદ્યોતાદિ પરિણામો કહ્યા છે. પરમાણુઓ બે થી માંડી સંખ્યાત, અસંખ્યાત, અનંત કે અનંતાનંત સમૂહરૂપ નાના, મોટા સ્કંધો રૂપે બન્ધ થાય અને તે સ્કલ્પરૂપે થયેલા બંધ તે સંખ્યાત કે અસંખ્યાતકાળ રહે પછી પાછા છૂટા પડે અર્થાત્ તેનો ભેદ થાય.
પરમાણુમાંથી બનેલો સ્કંધ પરિવર્તનશીલ છે અર્થાત્ સ્કંધનો વિનાશી સ્વભાવ છે. પરમાણુમાં રહેલા વર્ણગંધાદિનું પરાવર્તન થયા કરે તથા સ્કંધમાં જોડાયેલા અણુઓ સતત ભેદ-છૂટા પડ્યા કરે.
ભેદ પરિણામને કારણે આત્મા પર જે કર્મો બંધાય તે પણ વધારેમાં વધારે અસંખ્યાતકાળ સુધી જ રહી શકે પછી તે ઉદયમાં આવી ખરી પડે. જો નિર્જરારૂપે ન થાય તો બીજા નવા કર્મો બંધાય. જ્યારે આત્મા સ્વભાવમાં ન હોય ત્યારે આશ્રવ પરિણામને કારણે સતત નવા કર્મોનો બંધ ચાલુ રહે અને જૂના ઉદયમાં આવતા ખરતા જાય. જે પરમાણુઓનો સ્કંધ અનંતાનંત જથ્થારૂપે હોય છતાં જો સૂક્ષ્મ પરિણામી હોય તો ઇંદ્રિયગોચર ન બને. વિશિષ્ટ જ્ઞાનીનો (અવધિ, કેવલી) વિષય બને. સૂક્ષ્મ પરિણામી સ્કંધો બાદર પરિણામે થાય તો અનુભવનો કે ઈન્દ્રિયનો વિષય બને. અવધિજ્ઞાની કે કેવલી ભગવંત આયુષ્ય કર્મ બંધાયું કે નહીં તે કહી શકે. મનઃ પર્યવજ્ઞાની સૂક્ષ્મ મનોવર્ગણા જોઈ શકે પણ અરૂપી આત્માને ન જોઈ શકે. તે માત્ર કેવલી જ જોઈ-જાણી શકે પણ તેના અનંતના ભાગનું જ કહી શકે. ૧૪ પૂર્વીઓ, શ્રત કેવલી કહેવાય. શ્રુતના આધારે કેવલિ જેટલું કહી શકે તેટલું શ્રત કેવલિ કહી શકે પણ સાક્ષાત્ જોઈ ન શકે. જ્યોતિષો પણ શ્રુતના આધારે જ ભવિષ્ય ભાખે છે. તે અનુભવ-અનુમાન જ્ઞાન હોય છે.
અજીવ તત્વ | 157
Page #175
--------------------------------------------------------------------------
________________
સર્વશ તત્વનું શરણ શા માટે? :
મનુષ્યભવ આત્મહિત કર્યા વિના સફળ ન થાય, આત્મહિત આત્મધ્યાન વિના ન થાય. આથી આત્મધ્યાન એ જ મનુષ્યભવનું પરમ કર્તવ્ય છે. સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે પોતાના આત્માનો નિર્ણય ન થાય તો આત્મા ધ્યાનનો અધિકારી બનતો નથી. મિથ્યાત્વના કારણે જ્ઞાનમાં ભ્રમ ઊભો કરે તેથી તે વિચારમાં ભેદ પાડે, વિપર્યાસ બુદ્ધિ અને ચારિત્રમોહ આચારમાં ભેદ પાડે, આત્માના સ્વભાવથી વિરુદ્ધ આચરણ કરાવે. આ બન્નેના ભ્રમને ભાંગવા (ભેદ પાડવા) માત્ર સર્વજ્ઞ તત્વનું જ શરણ લેવું પડે.
અનાદિકાળથી જીવે અતત્ત્વનો તત્ત્વ તરીકે સ્વીકાર કર્યો છે અર્થાત્ સર્વજ્ઞ દષ્ટિને બદલે લોક જે માને તે જ માનતો આવ્યો છે. સમગ્ર વ્યવહાર લોક પ્રમાણે ચાલે. લોક સામાન્યથી જે પ્રત્યક્ષ દેખાય તેને માને, તે પ્રમાણે કરે. ઈંદ્રિયોથી પ્રત્યક્ષ થાય તે જ્ઞાનનું પ્રમાણ કેટલું? ઈદ્રિયો માત્ર સ્થૂલ પર્યાયને જ પકડે. માત્ર સ્થૂલ બાદર સ્કંધોનું જ ઈંદ્રિયો જ્ઞાન કરે પણ સૂક્ષ્મ સ્કંધોને તો જોઈ પણ ન શકે. અલ્પ જ્ઞાન વડે વસ્તુ પ્રમાણરૂપ કઈ રીતે બને? • સર્વશ દષ્ટ પ્રમાણે પ્રમાણભૂત શાન માટે શું કરવું પડે?
ધ્યાનનાં અધિકારી બનવા પ્રમાણભૂત જ્ઞાન જરૂરી અને તે માટે દ્રવ્ય-ગુણપર્યાયથી જ્ઞાન થાય તો તે પ્રમાણભૂત બને. આથી ધ્યાનનો અધિકારી અલ્પાશે પમે ગુણસ્થાનકે બને અને ચોથે ગુણ સ્થાનકે ભેદ જ્ઞાન યથાર્થ થાય. સખ્ય દષ્ટિ કોઈપણ વસ્તુનો નિર્ણય સર્વજ્ઞ દષ્ટિ (દ્રવ્ય-ગુણ-પર્યાયથી) પ્રમાણે કરે ત્યારે તત્ત્વ નિર્ણય યથાર્થ થાય, પછી હેયોપાદેયનો વિવેક, પછી રુચિનો પરિણામ (આત્મહિત તરફ વળે). હેયને છોડવાનો પ્રણિધાન થાય પછી પ્રતિજ્ઞાપૂર્વક હેયને છોડે અને ત્યારે આત્મા ઉપાદેયમાં સ્થિરતાપ ધ્યાનનો અધિકારી બને. ધ્યાનમાં પુદ્ગલને છોડવાનું છે અને આત્મ સ્વરૂપને સ્વભાવ વડે પકડવાનું છે.
અરૂપી આત્માને પકડવા માટે દેહ-આત્માનું ભેદજ્ઞાન જરૂરી. તે માટે પુદ્ગલ દ્રવ્યનું પૂર્ણ જ્ઞાન જરૂરી અને તે માટે પુદ્ગલને દ્રવ્ય-ગુણ- પર્યાયથી સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે જાણવા ઉપરાંત પુદ્ગલનાં ૧૦ પરિણામો જાણવા જરૂરી. વર્તમાનમાં આત્મા પુદ્ગલનાં ૧૦ પરિણામોમય બની ગયો છે. આત્માનું સ્વરૂપ વિકૃત થઈ ગયું છે.
158 | નવ તત્ત્વ
Page #176
--------------------------------------------------------------------------
________________
• ધ્યાન શેનું કરવાનું? :
જેમાં હેયરૂપે જેને છોડાવાની રુચિ કરી તેને છોડવામાં આત્મવીર્યનું પરિણમન અને આત્મા માટે જે ઉપાદેય તેમાં રુચિ પૂર્વક આત્મવીર્યનું જોડાણ અર્થાત્ આત્મ ગુણોમાં વીર્યનું જોડાણ કરવાની જે દિયા તે ધ્યાન....
“આત્મરુચિ આત્માલયીરે, ધ્યાતા તત્વ અનંત સ્યાદવાદ જ્ઞાની મુનિર, dવ રમણ ઉપશાંત. શુદ્ધસિદ્ધનિજ તત્વતારે, પૂર્ણાનન્દ સમાજ, દેવચંદ્રપદસાધતાં રે, નમિયે તે મુનિરાજરે"
(પૂ. દેવચંદ્ર મ.સા.) જે મુનિરાજ આત્મતત્વ (સ્વભાવ)ની રુચિકરી પોતાના સિદ્ધ સ્વરૂપી શુદ્ધ આત્માનું ધ્યાન કરે અને તે સિવાય સર્વ પુદ્ગલભાવોનું સમજણપૂર્વક ત્યાગ કરી મોહથી ઉપશાંત થાય તો તે આત્માના પરમાનંદને અનુભવે છે અને તેવા મુનિરાજ વંદનીય છે.
શુદ્ધ આત્માનું ધ્યાન કરવાથી વર્તમાનમાં આત્મા જે દારિક (વેક્રિય, તેજસ, શ્વાસોચ્છવાસ, ભાષા અને મનાદિ) સૂક્ષ્મ-બાદર વર્ગણાના પિંડરૂપે બનેલો છે. જે વર્ગણાઓ આત્મ સાથે સ્કંધરૂપે બંધાય અને પછી ભેદરૂપે છૂટી પણ પડે તો તે સંબંધી ભેદજ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સ્વાત્મામાં સ્થિરતા, પરમાં ઉદાસીનતા ભાવ ન આવે તેનું ભેદ કરવા પુદ્ગલના પરિણામો જાણવા જરૂરી.
સૂક્ષ્મ પરિણામી પરમાણુ કે તેના સમુહરૂપે બનેલો સ્કંધ ક્યારેય ઈન્દ્રિયનો વિષય ન બને! પરમાણુ – સ્કંધ રૂપી હોવા છતાં ઈન્દ્રિયનો વિષય ન બને! શુધ્ધ આત્મા તો સંપૂર્ણ અરૂપી છે તેથી તો ઈન્દ્રિયોનો કે અવધિ આદિ જ્ઞાન વડે પણ છદ્મસ્થાનો વિષય ન જ બને. • યુગલ પરિણામોની વિચિત્રતા :
દરેક પરમાણુ સજાતીય છે, કોઈ વિજાતીય નથી. જે પૃથ્વી (પરમાણુ) છે તે જ જલપરમાણુ બને છે. જે બાદર પરિણામી છે તે જ સૂક્ષ્મ પરિણામ બને છે. દા.ત. સાકરનો ગાંગડો પાણીમાં ઓગળી ગયા પછી ચક્ષુગ્રાહ્ય બની શકતો નથી. વાદળ સૂક્ષ્મ પરિણામી બને છે. આકાશમાં ફેલાય દિશા રોકે અને તે પાછો બાદર પરિણામી પણ થઈ જાય.
અજીવ તત્ત્વ 159
Page #177
--------------------------------------------------------------------------
________________
आत्मतत्त्वानभिज्ञस्य न स्यादात्मन्यवस्तिथि : मुह्यत्यतः पृथक् कर्तुं स्वरूपं देहदेहिनो :॥२॥
(યોગ પ્રદીપ) જીવ-પુદ્ગલનાં ભેદજ્ઞાન વિના ધ્યાનમાં આત્મા મૂંઝાય.
જેને જીવ-અજીવ, આત્મા અને પુદ્ગલનું ભેદજ્ઞાન નથી તેઓ મૂંઝાશે કે હું શરીરમાં છું કે આત્મામાં? કે વાતાવરણમાં? જ્યાં સુધી સ્વ-પરના સ્વરૂપ વિજ્ઞાનની દઢતા ન આવે ત્યાં સુધી તે વિશિષ્ટરૂપે ધ્યાનમાં સ્થિરતા ન પામે. આથી પૂર્વે સ્વપરાગમી અને અનુભવ જ્ઞાનયુક્ત બનેલા ઋષિઓને જંગલ, ગુફા, સ્મશાન કે નદી કિનારે એકલા પણ ધ્યાન માટે અનુજ્ઞા મળતી. અનુભવ-જ્ઞાન કેન્દ્રિત થઈ ગયું હોય તો જ મકાનની બહાર જવાની રજા મળે. યોગ્યતા ન હોય તો આગમ ભણેલાને પણ રજા ન મળે.
સિંહ ગુફાવાસી મુનિને સિંહની ગુફામાં ચાર માસ રહેવાની રજા આપી પણ વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરવાની રજા ન આપી. સ્થૂલિભદ્ર મુનિને વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરવાની રજા આપી, પણ ૧૦ થી ૧૪ (ચાર પૂર્વ) - અર્થથી આપવાની ના પાડી. જિનશાસન યોગ્યતાની પ્રધાનતાવાળું છે. યોગ્યની ઉપેક્ષા નહીં અને અયોગ્યને ક્યાંય સ્થાન નહીં. ગજસુકુમાલ મુનિ ૯ પૂર્વ ન ભણેલા છતાં દીક્ષાના પ્રથમ દિવસે સ્મશાનમાં જવાની રજા આપી અને તેઓ ઉપસર્ગમાં ચલાયમાન ન થયા અને કેવલી બન્યા. સિંહગુફાવાસી માત્ર વેશ્યાના રૂપને જોઈને પતન પામ્યા. ગુરુ આજ્ઞાની વિરુદ્ધ હતાં.
જે આત્મામાં સ્વ-પરનું ભેદજ્ઞાન ન થાય, પરથી છૂટા થવાની અને સ્વમાં સ્થિરતા પામવાની રુચિની અને તે પ્રમાણે પુરુષાર્થ કરવાની યોગ્યતા ન હોય તે ધ્યાનનો અધિકારી નથી. જેમ જેમ આત્મામાં સર્વજ્ઞ કથિત તત્ત્વથી વસ્તુનો નિર્ણય થશે તેમ તેમ તેનામાં તત્વ પરિણામ પામી જશે. જો તત્ત્વજ્ઞાન વિરતિપૂર્વકનું થાય તો તે અનુભવ જ્ઞાનરૂપે થશે અર્થાત્ તત્ત્વ સંવેદનરૂપે થશે. અમે ગુણસ્થાનકે વિરતિના પરિણામ તાત્ત્વિકરૂપે આંશિક આવશે. ૬/૭મે ગુણસ્થાનકે પોતાના આત્માનું ગુણસંવેદન તે જ તત્ત્વસંવેદન-પોતાના આત્માના ગુણોનો રુચિપૂર્વક સ્વીકાર કરી લેવો. તત્ત્વ પ્રતિપત્તિ જ્ઞાન અને આત્માના સમતા (આનંદ) ગુણને અનુભવવા તે તત્ત્વ સંવેદન જ્ઞાન. આત્મામાં રહેલા ગુણો તે સ્વતત્ત્વ. આથી સ્વતત્ત્વરુચિ
160 | નવ તત્ત્વ
Page #178
--------------------------------------------------------------------------
________________
=સમ્યત્વ, તત્ત્વની અનુભૂતિ = ચારિત્ર, સ્વતત્ત્વની પૂર્ણતા અર્થાત્ સ્વગુણોની = વીતરાગતા-સર્વજ્ઞતા = અનંતવીર્યતાં આ ગુણો ચારેય ઘાતિ કર્મના ક્ષયથી પ્રગટ થાય. ધ્યાતા તત્વ અનંત અનંત જ્ઞાન-અનંતદર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય..
અનાદિથી અજીવથી અભેદ પરિણામને પામેલા જીવને જયારે અજીવ રૂપ શરીરથી હું જુદો છું એવું ભાન આવે અને હવે મારે તેની સાથે ભેદ કરવાનો છે, અને તે માટે જ જે સતત પ્રયત્ન કરે તે યોગીજન કહેવાય. આથી ભેદ સ્વભાવ એ પુદ્ગલનો છે, મારો નથી આવો નિર્ણય જરૂરી. આથી પુદ્ગલના ભેદને જાણવું જોઈએ. મેલા [: (૧-ર૬) સંથાત મેગ્ય: સત્પન્તો (૧-ર૦)
(તત્ત્વાર્થસૂત્ર) • સંયોગ-વિયોગનું કારણ શું? પુદગલાના ભેદ શા માટે જાણવા જરૂરી? :
પરમાણુઓ પરસ્પર ભેગા થઈ જોડાવારૂપ બંધનો સ્કંધ બને અને તે સ્કંધના ભેદથી અણુની ઉત્પત્તિ થાય. પુદ્ગલોનું જોડાવું તે સંયોગ અને તેના છૂટા થવુંભેદાવું તે વિયોગ. છેલ્લામાં છેલ્લો અણુ જોડાયેલો હોય ત્યાંથી તે છૂટો પડી જાય ને સ્વતંત્ર થઈ જાય. સંયોગ-વિયોગ રૂપ જે ઘટના બની તે પુદ્ગલનો પરિણામ છે. સતત એમાં ભેદ થવાનું કાર્ય ચાલુ છે. આપણને આ ઉપયોગ ન આવે તો સમતાનો પરિણામ ભેદાઈ જાય.
પુદ્ગલ દ્રવ્ય પરિણામી હોવાથી પરમાણુ પણ ગતિ કરતા હોય છે તેથી એકબીજા સાથે જોડાય-સ્કંધરૂપે બંધાય. તે સંખ્યાત કે અસંખ્યાત કાળ સુધી તે પ્રમાણે રહે. તેમાં સતત પરિવર્તનતા આવતી જાય. સ્કંધ-સૂક્ષ્મપણાને પામે, બાદરપણાને પણ પામે. જીવ તેના સંયોગવાળો થાય એટલે જીવને પણ બાદર કે સૂક્ષ્મ કહેવામાં આવે. પણ વાસ્તવમાં જીવ સૂક્ષ્મ કે બાદર નથી, રૂપી નથી, વર્ણ ગંધાદિ રૂપે પણ નથી છતાં પુગલના સંયોગે જીવને પણ રૂપાદિ કહેવામાં આવે છે. ગતિના કારણે બંધ અને ભેદ અર્થાત્ બંધાવું, ભેદાવું, છેદાવું, કપાવું, બળાવું વગેરે પુદ્ગલમાં થાય છે. આત્મા તો અભેદ્ય, અછેદ્ય, અદાહ્ય છે તેમ છતાં જીવને પોતાના સ્વરૂપ – સ્વભાવનું ભાન ન હોવાથી અને પુદ્ગલના સંયોગથી થયેલી
અજીવ તત્ત્વ 161
Page #179
--------------------------------------------------------------------------
________________
આત્મા બીજાના દોષ જોવાથી તને શું મળશે? દુનિયાનું ખૂબ નિરીક્ષણ કર્યું. હવે આત્મનિરીક્ષણ કયારે કરીશ ?
Page #180
--------------------------------------------------------------------------
________________
ભ્રાન્તિના કારણે પુદ્ગલમય કર્મકૃત શરીર અવસ્થાને પોતાની માની લેવાથી તેને શરીરમાં મમતાને કારણે મરવાનો, બળવાનો, કપાઈ જવાનો કે નાશ થવાનો ભય પ્રગટ થાય છે. જેની ભ્રાંતિ દૂર થાય અને આત્માના અસ્તિત્વની પ્રતીતિ-રુચિ પ્રગટ થાય અને અપૂર્વ વીર્ય સ્વમાં પરિણમાવે તો તેને કંઈ અસર થાય નહીં. જેમ ગજસુકુમાલ મુનિને ખેરના અંગારાની અસહ્ય શરીર વેદનાની અસર ન થઈ અને સમતા રસમાં મગ્ન બની ઘાતિ કર્મોનો નાશ કર્યો પણ પોતાના પરિણામોનો ભેદ ન થયો અને સ્વ પરિણામો અભેદ સ્વરૂપે થતાં પરિણામોની ધારા અખંડિત થવા વડે કેવલી થયા. આમ જીવ-દેહના ભેદ જ્ઞાન વડે જીવ, અજીવના સંયોગમાં ભેદાતા પામી પોતે પોતાના ગુણ અને સ્વરૂપમય અભેદતાને પામે ત્યારે જીવ જો અનાદિ સંયોગને સદા માટે ભેદી પોતે અભેદ્ય બને તો સદા માટે સંયોગ-વિયોગરૂપ જન્મ મરણનો અંત આવે. જુગામાં ભેદ પાંચ પ્રકારે (૧) ખંડભેદ (૨) પ્રતરભેદ (૩) ચૂર્ણિકાભેદ
(૪) અનુત્કટિકા ભેદ (૫) ઔત્કારિક ભેદ. ૧) ખંડ ભેદ: જેમ લોખંડને કાપો તો જે ટુકડા થાય તે ચોક્કસ આકારના જ થાય,
જેમ શેરડીને કાપો એના ટુકડા થાય ગંડેરી થઈ. જેમ ગમો વધતો ગયો તેમ સમતામાં ખંડ ભેદ થતો ગયો. એક બાજુ જેમ કલિંગર, કેરી વગેરેની છાલ ઉતારતા હોય અને સરખા ચીરીયા પડતા જાય અને તેમાં ગમો વધતો જાય તેમ તેમ અંદર સમતાના ચીરા થતા જાય પણ સાધક આત્મા સાવધાન હોય તો તે કર્મોના ચીરા કરતો જાય, મનુષ્ય ભવમાં આ ધંધા ક્યાં સુધી કરવાના, આવા પાપ ક્યાં સુધી કરવાના? વગેરે વિચાર કરવાના છે. જે પાત્રને એ આપવાનું થાય છે એ પાત્ર આપણા હૃદયમાં ઘુસી જશે ને અને આપણે તેમાં રાગથી ઘુસી જશું તો પ્રભુ ગાયબ થઈ જશે અર્થાત્ આપણે રાગથી પાત્રની સાથે બંધાઈ જવાનું થાય. સમ્યગ્દષ્ટિની તમામ ક્રિયા ઉપયોગવાળી હોય. શાક સમારવું પડે, ફુટ સમારવું પડે તેમાં તત્ત્વ દષ્ટિથી વિચારે પુદ્ગલનો સ્વભાવ ટુકડા થવાનો, તારો સ્વભાવ માત્ર તેમાં જ્ઞાતા બનવાનો છે પણ તેમાં ભળવાનો નથી. સિદ્ધોના આત્મા સદા માટે પોતાની સાથે જોડાયેલા છે અને એમને કોઈનાથી
અજીવ તત્વ | 163
Page #181
--------------------------------------------------------------------------
________________
છૂટા પડવાનું નથી. જે આત્માઓ પર સાથે જોડાયેલા છે તેમને પરથી છૂટવાનું છે ને તે જ આત્માનું હિત છે. આત્મા પુદ્ગલના સંયોગ સાથે અનાદિકાળથી જોડાયેલો છે તેથી તેની સાથે તેને અભેદ પરિણામ થઈ ગયો છે એમાં ભેદ પાડવાનો છે. એની માટે પોતાના અને પુદ્ગલના દ્રવ્યના અસ્તિત્વનો નિર્ણય થાય અને રુચિનો પરિણામ સ્વ અસ્તિત્વમાં પ્રગટ થાય ત્યારે તે ધ્યાનનો અધિકારી બને. માટે જ ધ્યાનની શરૂઆત જ્ઞાની ભગવંતોએ પાંચમાં ગુણઠાણાથી બતાવી. આત્મા પુદ્ગલના સ્વભાવને ભોગવે છે અને ભ્રાંન્તિના કારણે આત્માને તેની પીડા સુખરૂપ લાગે છે. સર્વજ્ઞના શાસનમાં સંસારના તમામ વ્યવહારમાં ધ્યાનસ્થ બની શકે છે અને અભેદનો ભેદ કરી શકે છે. પણ જેને સ્વરૂપનું જ્ઞાન નથી તેવા આત્માઓ ગુફામાં બેસી જાય તો ય કાંઈ વળવાનું નથી, વાસ્તવિક ધ્યાન થવાનું નથી. તેમાં પરમાનંદની અનુભૂતિ ન થાય, માત્ર શુભ પ્રવૃત્તિને કારણે પુણ્ય બંધાય છે.
પ્રશાસી મોહના કારણે શુભ ભાવ આવી જાય પણ મોહના ક્ષયથી જ આત્મા આત્માનું વેદન કરી શકશે. વેદન એ આત્માનો સ્વભાવ છે અને પુદ્ગલના સ્વભાવનું વદન તે વેદના. પુદ્ગલના સ્વભાવને વેદતો હોય ત્યારે તે મોહના પરિણામ વિના વેદી જ ન શકે અને ત્યારે તે ભયંર પીડા ભોગવે અને ભાવિમાં પાછી વેદના અનંતગણી બંધાય. મિથ્યાત્વની હાજરી અને એમાં સુખની બુદ્ધિ છે માટે ભેગો આનંદ આવે અને એટલે અનુમોદના પણ થાય માટે કર્મો વધારે બંધાયા ને ઉદયમાં આવે ત્યારે ભયંકર વેદના અનુભવે. દા.ત. ગુલાબ જાંબુનો પિંડ જીભ ઉપર છે ત્યારે આત્મા જીભ વડે રસ અને સ્પર્શ બંનેને જાણે છે. જીભ કોમળ છે અને ગુલાબજાંબુનો સ્પર્શ પણ કોમળ છે અને રસ મધુર છે. કોમળતા અને રસનો આનંદ વેદતો હોય, સારી વસ્તુ ખાઈ રહ્યાનો આનંદ એ માન કષાયના ઘરનો છે. મિથ્યાત્વ એમાં સુખની બુદ્ધિ ઉભી કરે અને સુખરૂપ લાગવું એ માનકષાયનું કાર્ય છે. ચારિત્ર મોહનીય, રતિ મોહનીય, લોભ મોહનીય બધા જ એમાં ભળે છે. એ વસ્તુને મોઢામાં વધારે સમય રાખવાનું મન થાય તે લોભ મોહનીયનો ઉદય. ચારે કષાય એક બીજાની સાથે સંકળાયેલા છે એકની પ્રબળતા હોય પણ બાકીના ત્રણ પણ સાથે જ હોય. હું સુખી છું, બરોબર છું એમ સિક્કો માર્યો એટલે દ્રવ્ય ને ભાવ પીડા બંને બંધાય. સમ્યગદષ્ટિ એને હેય માને. દષ્ટિમાં આવે ત્યારથી હેય માને. સુધાવેદનીયના ઉદયે ખાવાનું પ્રયોજન આવે પણ ઈષ્ટ ખાવાનું મન થાય. કારણ 164 | નવ તત્ત્વ
Page #182
--------------------------------------------------------------------------
________________
અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય કે સંજવલન મોહનીયના ઉદયે થાય અને તેમાં મીઠાશ, કોમળતા, સ્નિગ્ધતા તે સુખરૂપ પણ લાગે કારણ મોહનીયનો ઉદય છે. જો સમ્યક્ત મંદ પડી જાય અને મિથ્યાત્વ જોર મારી જાય તો ખાવામાં સુખ બુદ્ધિ તથા આનંદ પણ આવી જાય, પણ સમ્યક્તનો પરિણામ પાછો આવે એટલે એનો પશ્ચાતાપ થાયને જે બાંધ્યું છે તેના કરતા વધારે નિર્જરા પણ કરે. સર્વવિરતિવાળાને પ્રયોજન વિના વાપરવાનું નથી. કારણ ચારિત્રનો સ્વીકાર કર્યો ત્યારથી દેહના ત્યાગનો નિર્ણય કરેલો છે. જેટલો પશ્ચાતાપ તીવ્ર તેટલી નિર્જરા થાય. • issને સાતમી નરકનું આયુષ્ય કેમ બંધાયું?:
કંડરિકને ઈષ્ટ આહાર ભોગવવાનો કાળ માત્ર એક દિવસ. ભોગવ્યું કેટલું એના કરતા ભોગવવાનો જે તીવ્ર પરિણામ હતો તેના કારણે ૭મી નરકનું કંડરિકે આયુષ્ય બાંધ્યું. કંડરિકે તો એક દિવસ ભોગવ્યું પણ તંદુલિયો મત્સ્ય ભોગવતો નથી માત્ર જોઈને જ ભોગવવાના ભાવ કરવા વડે ૭મી નરકનું આયુષ્ય બાંધે છે. જીવ જ્યાંથી આવ્યો પાછો જાય પણ ત્યાં જ. ૩૩ સાગરોપમની સજા ભોગવીને તો ૭મી નરકમાંથી નીકળી ને પછી તંદુલિયો બન્યો અને પાછો ૭મી નરકમાં જાય. મિથ્યાત્વનો અનુબંધ ઉભો હોય એ નાશ ન પામે ત્યાં સુધી ફરીથી સમકિતની પ્રાપ્તિ ન થાય. મિથ્યાત્વનો ઉદય ચાલુ હોય, જાતિ સ્મરણ થાય, દેવ-ગુરુ-ધર્મની સામગ્રી મળે તો પણ એની માન્યતા ન ફરે, કારણ અનુબંધ તૂટતો નથી.
બંધ સમયે ચિત્ત ચેતીયે, તો ઉદયે શો સંતાપ? જિન વચન વિના જીવ સાવધાન નહીં બની શકે, સંસાર છોડી દેવા જેવો છે એ અભિલાષ છે અને હવે છોડી જ દેવો છે એ રુચિનો પરિણામ છે. યશોધર મહર્ષિને પૂર્વના ૯મા ભવે પત્નીના સ્નેહ અને માતાના મમત્વના કારણે ચારિત્રનો થોડો પ્રમાદ થયો તો સમ્યક્ત વાઈ ગયું. મિથ્યાત્વના કારણે ૭-૭ તિર્યંચના ભવો કર્યા. દરેક ભવમાં જાતિ સ્મરણ થવા છતાં મિથ્યાત્વનો અનુબંધ તૂટ્યો નહીં. ૭મા ભવમાં ફરીથી સમ્યત્ત્વની પ્રાપ્તિ થઈ અને સમ્યક્ત મળે એટલે ૧૪ રાજલોકમાં અમારિની ઉદ્ઘોષણા કરવાનો મનોરથ થાય.
છ આવરચક એ યુગલભાવથી અભેદ થયેલા જીવને ભેદ કરવાની પ્રક્રિયાપ ધ્યાન છે.
અજીવ તત્ત્વ | 165
Page #183
--------------------------------------------------------------------------
________________
આવશ્યક એટલે શું?
અવશ્ય કરવા યોગ્ય કર્તવ્ય, અને કર્તવ્ય શું? સ્વભાવમાં આવી જવું તે જ પરમ કર્તવ્ય. આવશ્યકના આચરણ દ્વારા આત્મા સરળતાથી સ્વભાવમાં આવી જાય છે. કેવલીઓને વ્યવહાર આવશ્યક નથી. સંસાર છદ્મસ્થ જીવો માટે ૬ એ આવશ્યક આવ્યા ને પરમાત્માની બધી જ આજ્ઞા એમાં સમાઈ ગઈ. પ્રધાન આજ્ઞા ઉભયક પ્રતિક્રમણ, પણ તે ગમતું નથી. સૂત્ર તત્ત્વથી ભરેલા છે. અજીવમય બનેલા જીવને જીવમય બનાવવાની પ્રક્રિયા છે. બીડાયેલી ચેતનાને જાગૃત કરવા માટે આ સૂત્રો છે. ૬ આવશ્યક એટલે ધ્યાનની પરાકાષ્ટા. સાધુ અને શ્રાવકની તમામ ક્રિયાઓ ધ્યાનરૂપ જ છે. દેહભાવથી અભેદનો ભેદ પાડવાની ક્રિયા છે. સંયોગથી જે ભ્રમ થઈ ગયો છે એના જ ભેદ માટે આવશ્યક કરવાના છે. • કથારે ભાવ ભાવવાના?
ગુરુભગવંતોને વહોરાવવાનો ભાવ ફુટ સમારતી વખતે ન હોવો જોઈએ, એ સમયે તો એ વિચારવાનું છે કે કેવો પાપોદય કે રજોહરણને બદલે હાથમાં ચપ્પછે. રજોહરણ હાથમાં હોત તો આ પાપ કરવાનો વારો આવતા નહીં. રસોઈ પૂર્ણ બની ગયા પછી શ્રાવક શ્રાવિકા વિચાર કરે કે આટલા આરંભ-સમારંભ કરીને આ વસ્તુ બની ગઈ છે હવે એ વસ્તુ કોઈ સુપાત્રના પાત્રામાં જાય અને તેના દ્વારા તેઓ જ્ઞાનધ્યાન કરે, તેનાથી મારું આ પાપ જલદી ધોવાઈ જાય અને તે ભાવથી વહોરાવવા માટે ગુરુ ભગવંતોને ઉપાશ્રયે તેડવા જવાનું છે. વહોરાવતી વખતે રત્નત્રયીનું પાત્ર કીંમતી લાગે જેમ અનુપમાદેવીએ ઘી થી ખરડાયેલ પાત્રને હાથમાં લઈને જરીયાના સાડીથી લૂછી લીધું. એને સાડી કરતાં રત્નત્રયી કિંમતી લાગી, અને ક્યારે પાત્રુ મારા હાથમાં આવે તેવો ભાવ આવતા જોરદાર અનુબંધ પડી ગયો. માટે જ આજે તેઓ મહાવિદેહક્ષેત્રમાં કેવલી તરીકે વિચારે છે. આ ભવમાં ઉદયમાં ન આવી શકે તો આવતા ભવમાં જલદીથી ઉદયમાં આવે જ અને આપણું જીવન સફળ બની જાય, કાર્ય સાધી લેવાય. વહોરાવતાં વહોરાવતાં મહાનિર્જરા કરે અને જો એવી સમજ ન હોય તો મહાકર્મબંધ પણ થઈ જાય.
જીવો અને જીવવા દો” અબ હમ અમર ભરોગે નહીં મરેંગે યા કારણ મિથ્યાત્વ યિો ત્યજ, અબ હમ નહીં દેહ વગે. 166 | નવ તત્ત્વ
Page #184
--------------------------------------------------------------------------
________________
દેહમાં નહી રહેવાની બુદ્ધિ અને આત્મામય બનવાની રુચિ એ જ અમરપણું. કલિકાલ સર્વજ્ઞ ભગવંતે ભવ્યાત્મા અને એમાં પણ જે આસન્નભવ્ય જીવો છે, જે હવે ભવના નિસ્તારને ઈચ્છી રહ્યા છે તેવા આત્માઓને ઉદ્દેશીને યોગશાસ્ત્રની રચના કરી છે. જે શાસ્ત્રોનું અમૃતપાન કરે અને જેને હવે સંસારથી છૂટા થવાનો થનગનાટ જાગે તેને જ અમૃતપાન સફળ છે. મિથ્યાત્વનું ઝેર આત્મા માટે મૃત્યુરૂપ અને સમક્તિને અમૃતરૂપ. અમર કરે તે અમૃત. શરીરમાં મરવું એ મહાપીડા અને આત્મામાં જીવવું એ મહાસુખ. માટે જ પરમાત્માના મુખારવિંદમાંથી શબ્દ નીકળ્યો કે જીવો અને જીવવા દો ઉપકાર કરવો એ જીવનો સ્વભાવ જ છે. જે જીવનને સમજે એ જ જીવવું સમજી શકે. જીવે પોતાના ભાવ પ્રાણોમય બનવું તે જીવવું અને ભાવપ્રાણોને ભૂલી જવું તે મરણ. આત્મવીર્યને પોતાના સ્વભાવ પ્રમાણે વર્તાવે ત્યારે તે જીવી રહ્યો છે. દ્રવ્યપ્રાણોને જ જે જીવન માની બેઠા છે, દ્રવ્યપ્રાણથી જ જીવાય છે એવું માની બેઠા છે, તે બીજા જીવોના દ્રવ્યપ્રાણ ને ભાવપ્રાણથી આહૂતિ પર પોતાનું જીવન જીવશે અને તે એક-બે નહીં પણ સંખ્યાત, અસંખ્યાત કે અનંતા જીવોની આહુતિ લેશે. દ્રવ્ય પ્રાણની સાથે ભાવપ્રાણ રહેલા જ છે.
જીવીને જીવવું એ સુખી થવાનો ઉપાય. મરીને મારવું એ દુઃખી થવાનો ઉપાય.
કોઈપણ જીવાત્મા પોતાના દ્રવ્ય પ્રાણોને છોડવા તૈયાર નથી અને આપણે એના પ્રાણ લીધા વિના રહી શકવાના નથી. એના પ્રાણો લેવાનો આપણને શું અધિકાર? માટે જ ૪ અદત્ત બતાવ્યા. સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થંકર અદત્ત અને ગુરુ અદત્ત. અદત્ત એટલે ચોરી કરીને જીવવાનું જીવન ચોરી અર્થાત્ રત્નત્રયીની ચોરી. જ્યારે આપણે સ્થાવરકાયના પ્રાણ લઈએ ત્યારે એ શું કરે? એ પરાધીન છે, અને આપણે પાછા એમાં સુખ માનીએ આનંદ માણીએ છીએ. એના દ્રવ્ય ભાવપ્રાણોની કતલ સાથે આપણે આપણા ભાવપ્રાણોની પણ ભયંકર હિંસા કરીએ છીએ માટે જ સચિત્ત અચિત્તનો વ્યવહાર છે. ભાવ પ્રાણ રૂપ જીવે ત્યાં સુધી એ સચિત્ત ને ભાવ પ્રાણ નીકળી ગયા ત્યારે એ અચિત્ત. માટે જ પરમાત્માએ સુખી થવાનો માર્ગ બતાવ્યો અને એ જો સમજીએ તો માર્ગ પર બહુમાન થયા વિના ન રહે. આવો અલભ્ય માર્ગ, દુર્લભ માર્ગને એ માર્ગ પર જેના મંડાણ થાય તેના દુઃખ દૂર થયા વિના ન રહે. સંસાર પર જેનું બહુમાન તૂટયું તેને જ માર્ગ ગમે.
અજીવ તત્વ | 167
Page #185
--------------------------------------------------------------------------
________________
સાધુ સદા સુખીયા ભલા, દુઃખીયાન લવ લેશ,
અષ્ટકરમને યુરવા, પહેર્યો સાધુ વેશ. દુઃખનું મૂળ દોષ છે આથી સાધુપણુ એટલે દોષોના ત્યાગરૂપ અને સવે ગુણોમય થવારૂપ. આથી સાધુ જેટલા અંશે પોતાના આત્મામાંથી દોષોને દૂર કરે તેટલા અંશે તેમાં ગુણ પ્રગટે, તેટલો સાધુ સુખી થાય – અને તે જ સાધુ જંગમ તિર્થરૂપ ગણાય. આથી સાધુનામ દર્શન પૂછ્યું, તીર્થભૂતા હી સાધવ: તીર્થ નિ વાત્મન સરો સાધુ સમાગમ: સાધુ એ જંગમ તીર્થરૂપ તેથી તેના દર્શન-સમાગમ તાત્કાલિક ફળે. આત્માને પવિત્ર કરેજ્યારે સ્થાવર તીર્થ કાલાન્તરે ફળે. • શાનાથી શાસન-શેનાથી તીર્થ? :
આત્મા એ જ તીર્થ, એ જ શાસન ગુણોથી એ શાસન છે અને ગુણોથી જ એ તીર્થ. સાધુ એ જ જંગમ તીર્થ છે. તમને જંગમ તીર્થમાં તીર્થ નથી દેખાતું પણ સ્થાવર તીર્થની કીંમત વધુ લાગી માટે ત્યાં દોડા-દોડી કરીને જંગમ તીર્થને સેવ્યા નહીં, તત્ત્વને સમજે નહીં, પરમાત્માને પરમાત્માની આજ્ઞાને ન સમજે, ને પ્રભુને ભજ્યા, ને આશાતના કરી. માટે હવે જાતને સુધારવાની છે. ૪ મહિના જંગમ તીર્થની ઉપાસના કરવાની છે. પરમાત્માએ ૧૧ બ્રાહ્મણોને પ્રતિબોધ અને ૪૪૧૧ ને સંયમ આપ્યું પણ પ્રભુ ગોશાલાને પ્રતિબોધ ન કરી શક્યા, પ્રભુ પણ જગતને ન ફેરવી શક્યા. પૂર્વના કાળમાં ૧૦૦-૧૦૦ માણસો સાથે રહેતા હોય. ૧-૨ જણ કમાવા માટે બહાર જાય. બે ચાર વર્ષે પાછા આવી જાય પણ ત્યાં ડેરા-તંબૂનતાણે, ને બધા જ ધર્મની આરાધના કરે. શીલનું સુંદર રક્ષણ થાય.આવી આર્ય સંસ્કૃતિ હતી. આજે વિષયોની આગ ભભૂકી ઊઠી છે માટે ઘરમાં જેટલા હોય તે બધા કમાવા જાય. ધર્મમાં વિરાગી બન્યા ને સંસારના રાગી બન્યા. બધાએ મોટા જ થવું છે માટે આ બધા પ્રોબ્લેમ ઉભા થયા. એટલે હવે ધર્મ કરવાનો સમય ક્યાં મળે? જે કાર્ય બાળપણમાં કરવાનું હતું તે હજુ સુધી ન કરી શક્યા. તત્ત્વ ન સમજવાના કેવા પરિણામ આવ્યા? ૪ મહિના જંગમતીર્થની એવી ઉપાસના કરો, જેથી સદા માટે તમે જંગમ તીર્થ સ્વરૂપ બની શકો. છ'રી પાલિત યાત્રા કરતા તીર્થ પહોંચે ત્યારે તે પોતે જંગમ તીર્થ સ્વરૂપ બની જવાની ભાવનાવાળો બની જાય. આઠમા દંડવીર્ય રાજાના સંઘમાં ૭ ક્રોડ મનુષ્યો કેવલજ્ઞાન પામી ગયા. જે પરિણામોની ધારાથી પરમાત્માની આજ્ઞાનું પાલન કરતો જાય તેને કેવલજ્ઞાન થાય. આપણે
168 | નવ તત્ત્વ
Page #186
--------------------------------------------------------------------------
________________
ત્યાં જિન બનીને જિનને ભજવા જવાનું છે. પરમાત્માના દર્શન કરવાનું મન થયું ને નિસીહી બોલ્યા ત્યારથી પાપ નાશ થવા લાગે. પાપ છોડે તેને ધર્મ કરવાનો અધિકાર છે બીજાને ધર્મ કરવાનો અધિકાર મળતો નથી અને તમારે પાપ છોડયા વિના ધર્મ કરવો છે. એક માત્ર નવકાર મહામંત્રને ગ્રહણ કરવો અને એનો પ્રભાવ પામવો છે તો તેની માટે શુદ્ધ ઉપયોગ સાથે ઉપધાન તપ-પૌષધ લેવાનો છે. બે ઘડી સામાયિક લેવા માટે પણ સાવદ્ય યોગના ત્યાગના પચ્ચખાણ કરવા પડે. નવકારશીના પચ્ચખાણ માટે પણ ૪ આહાર ત્યાગના પચ્ચખાણ કરવા જ પડે. નવકાર મહામંત્ર પૌષધ વિના મળે નહીં, તો જિનવાણી તો સમગ્ર આગમનો સાર છે એ તો વિરતી વિના સંભળાય જ કેમ? આથી જિનવાણી સાંભળવા માટે પણ કમસેકમ દેશવિરતીમાં-સામાયિકમાં આવવું જ પડે.
આત્મ પરિણામ સ્વ સાથે જોડાય ત્યારે આત્માનું હિત અને પર સાથે જોડાય ત્યારે તેનું અહિત થાય. જગતમાં ક્યાંય ન મળે તેવું તત્ત્વજ્ઞાન જૈનદર્શનમાં છે. આ રીતે આત્માનું સંપૂર્ણ સત્ય અન્ય કોઈપણ દર્શનકારો સમજ્યા જ નથી. આત્મામાં પીડાનું કે દુઃખનું કારણ માત્ર એટલું જ છે કે એ મોયુક્ત આત્મવીર્ય પરમાં પરિણમન ન પામવું. અનાદિકાળથી એ પર સંયોગમાં પરિણમન પામી રહ્યો છે અને તેથી સૌ પ્રથમ પરમાં સ્વપણાની જે ભ્રાંતિ થઈ છે તે દૂર થવી જોઈએ. પરથી પરકૃત સંબંધોથી છૂટા થવાનો ભાવ-રુચિ થવી જોઈએ અને પછી જો પરકૃત સંબંધો છોડે તો પીડા બંધ થાય. જ્યાં સુધી પરકૃત સંબંધો છોડશે નહીં ત્યાં સુધી વીર્ય પરમાં પરિણમન થશે અને તે નિમિત્તે કર્મબંધ અને તેના ઉદયની પીડા. આ ચક્કર ચાલ્યા કરશે. આ જે સત્ય છે તેને સર્વજ્ઞ સિવાય કોઈ પ્રરૂપી શક્યું નથી, તેથી તેનો સ્વીકાર બીજા કરી શક્યા નહીં. હવે જો આ સત્યને આપણે સ્વીકારી લઈએ તો જ આપણું ઠેકાણું પડે.
આત્માની અવસ્થામાં રૂપાંતરણ થાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય જેવા છે તેવા જ છે, તેમાં રૂપાંતર નથી. આત્મામાં ગુણની રૂપાંતર અવસ્થા તે જ પર્યાય કહેવાય છે. પર્યાય પરિવર્તનશીલ છે. પુદ્ગલમાં પણ રૂપાંતર અવસ્થા છે. આપણને પુદ્ગલનો સંયોગ તાદાભ્ય જેવો જ થઈ ગયો છે. ભિન્ન છે છતાં દૂધ પાણીમાં જેમ આપણને એકમેકતા લાગે છે તેમ આત્મા ને પુદ્ગલમાં પણ તે જ માન્યતા આપણામાં આવી ગઈ છે, માટે મોહરાજા બરાબર ફાવી ગયો
અજીવ તત્વ | 169
Page #187
--------------------------------------------------------------------------
________________
છે. અનાદિકાળથી આત્મામાં અડ્ડો જમાવીને બેસી ગયો છે. જ્યાં સુધી આપણે આત્માને અરૂપી તરીકે નહીં સ્વીકારીએ ત્યાં સુધી મોહનો પરિણામ થવાનો. તે રૂપને પકડે છે અને આપણે પુદ્ગલના કારણે રૂપવાળા બન્યા છીએ. ધર્મની આરાધના કરતી વખતે મોહથી મુક્ત બનવાનું છે, પરમ આનંદની અનુભૂતિ તે વખતે આપણને થવી જ જોઈએ, પણ થતી નથી. કારણ મોહનો પરિણામ નીકળી જવો જોઈએ તે ન થયું. વ્યવહાર સ્વભાવને અનુરૂપ મૂકેલો છે. વર્ષો સુધી અન્ય સંન્યાસીઓ ગુફાઓમાં બેસીને પણ ન કરી શકે તેવી સાધનાઓ આપણને અહીં મળી, પણ આપણે શું કર્યું? વોસિરામિ આ શબ્દ પાંચમાં ગુણઠાણાનો છે, ૪થે ગુણઠાણે હેયના ત્યાગની રુચિ છે, પાંચમે રુચિ પ્રમાણે દેશથી ત્યાગ કરવાનો છે. તો જ પાંચમે આવે નહીં તો પાંચમે એ કહેવાશે નહીં. જેટલા અંશે મોહના સંબંધ નિમિત્તો અને મોહને છોડે તેટલા અંશે આત્માની ક્ષમતાગુણનો અનુભવ થાય.
આત્મા સ્વભાવે વીતરાગ અને સર્વજ્ઞ છે. નમુત્થણમાં બે વિશેષણ મૂક્યા છે. વીતરાગ બન્યા પછી જ આત્મા સર્વજ્ઞ બની શકે, મોહ જ્ઞાનની અશુદ્ધિનું કારણ છે. મોહનો સંપૂર્ણ નાશ થાય ત્યારે જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ થઈ જાય છે. આત્મામાં રહેલી વીતરાગતાની અનુભૂતિની શરૂઆત અંશથી પમા ગુણઠાણે થાય. સામાયિક, પૌષધ વગેરે સુંદર અનુષ્ઠાનો વીતરાગતાનો અનુભવ કરવા માટે મૂકયા છે. પણ આ વ્યવહાર કરવામાં શરમ આવે છે આવો વ્યવહાર અહીં સિવાય ક્યાંય નથી. તીર્થોમાં જવાનું, બીજે ત્રીજે ભટકવાનું મન થાય છે પણ અહીં બહુમાન ભાવ નથી. આત્માનો સાક્ષાત્કાર કરવાનો છે. અનુભવ દ્વારા આત્મામાં તીવ્ર ઝંખના ઊભી થાય એટલે બીજી ઝંખનાઓ સહજ મટી જ જાય. સામાયિકાદિના વ્યવહાર કરીએ છીએ પણ સાક્ષાત્કાર થતો નથી કારણ બે ઘડી સુધી વોસિરાવી દેવાની વાત છે તેને આપણે વોસિરાવતા નથી. જો ખરેખર બે ઘડી માટે પણ આવું પરાક્રમ આપણે કરીએ તો સામાયિક પારવાનું મન ન થાય. એની બદલે આપણે ઘડીયાળના કાંટાને ટાંપીને બેસીએ છીએ કે ક્યારે સમય થાય ને ક્યારે સામાયિક પારું? આત્માને ટાંપીને બેસવાનુંન કર્યું. પુદ્ગલના પરિણામોને જોય રૂપે જાણવાના છે. તેમાં ઉદાસીનભાવે રહેવાનું છે. જો ન રહ્યા તો. આપણો આત્મા મોહના પરિણામવાળો બની જાય. રતિ-અરતિ, ગમો-અણગમો, હર્ષ-શોક એ બધા જ તત્ત્વો આપણને થયા કરે. 17 | નવ તત્ત્વ
Page #188
--------------------------------------------------------------------------
________________
• સંગમના વીસ ઉપસર્ગો વખતે પરમાત્મા નું ધ્યાન કરતા હતા?
પરમાત્માએ એ વખતે રુક્ષ પુદ્ગલને પકડયો હતો. પરમાત્માનો આત્મા હજી વીતરાગ બન્યો નથી. વીતરાગ બન્યા પછી વિશેષ ધ્યાનની જરૂર નથી. કેવલીઓ સહજ ધ્યાન અવસ્થામાં છે જ્યાં સુધી આત્મા મોહને આધીન છે ત્યાં સુધી વિશેષ ધ્યાનની જરૂર છે. મોહથી મુક્ત થયા પછી જરૂર નહીં. મોહનો પરિણામ પરને પકડવાના સ્વભાવવાળો છે. મોહના પરિણામના કારણે આત્મા પોતાના સ્વભાવ પ્રમાણે પરિણામવાળો થઈ શકતો નથી. પરમાત્મા હજી સંપૂર્ણ મોહથી મુક્ત બન્યા નથી. પરમાત્મા જે દેહમાં રહેલા છે તેનાથી પૂર્ણ પર થઈ જવાની અવસ્થા હજી પરમાત્માને થઈ નથી. પોતાની શુદ્ધ અવસ્થા તેમને ધ્યાનમાં છે, પુદ્ગલમાં વિશેષ રસ-કસ પણ નથી. છતાં તે પરમાણુ કઈ રીતે ગતિ કરીને બંધ, ભેદ, સંસ્થાન વગેરે પરિણામોને પામી રહ્યા છે તેને નિહાળી રહ્યા છે અને પોતાનો મોહ તેમાં ભળે છે કે નહીં તેને જુએ છે. પરમાત્મા વીતરાગ ભાવે રહ્યા છે. મોહના પરિણામને તેમાં ભળવા દેતા નથી. આ સંવરની પ્રક્રિયા છે.
આત્મવીર્યને મોહમાં પરિણામ પામતાં અટકાવવું તેનું જ નામ ધ્યાન. મોહનો પરિણામ પુદ્ગલ સાથે ન ભળે એટલે મોહનો પરિણામ ખરી જશે, એ નિર્જરા થશે. સંવરના પરિણામ થયા વિના નિર્જરાના પરિણામની શક્યતા જ નથી. સંવર પછી જ સમતા આવે. સંવર-સમતા-નિર્જરા આ ક્રમ છે. પણ આપણે આ મહાઅનુષ્ઠાનો મળ્યા તેનો ઉપયોગ માત્ર પુણ્ય બાંધવા માટે જ કર્યો. આપણને તાત્કાલિક લાભ જ જુએ. આસ્તિક્ય આવે તો અનુકંપાને જગાડે, એ આગળ આગળના પરિણામને જગાડે. નિર્વેદ-સંવેગ-શમ. પચ્ચખ્ખાણ લઈ લીધા, વ્યવહારથી સંવર થઈ ગયો, વ્યવહારથી પાપ પ્રક્રિયાથી આત્મા અટકી ગયો પણ નિશ્ચયથી કાર્ય થયું નહીં અર્થાત્ બાહ્ય વાતાવરણ વગેરેમાં રાગાદિભાવથી ભળવાનું બંધ ન થયું, પુદ્ગલમાં પરિણમન થવાનું બંધ થવું જોઈએ. આમ ન થાય ત્યાં સુધી આત્મા આત્માના ઘરમાં આવી શકતો જ નથી, અને આત્માના પરિણામ વિનાના ધર્મને ધર્મરૂપે માની લેવું તે જ મિથ્યાત્વ છે. આપણને ઉપયોગ તો હોવો જ જોઈએ કે વ્યવહારથી કરું છું, અભ્યાસ પાડી રહ્યો છું, મારો ધર્મ અધૂરો છે વગેરે. પ્રભાવના લઈ લીધી. પ્રભાવના કોની કરી, વિધિની છે કે પરિણામની? આપણા આત્માને ઉત્કંઠિત કરવાનો છે. આત્માને છેતરવાનો નથી માટે વિકાસ નથી થઈ
અજીવ તત્વ | 171
Page #189
--------------------------------------------------------------------------
________________
શકતો. પુદ્ગલના ભેદે આપણે સમતાનો ભેદ કરીએ છીએ. આથી ભેદરૂપ થવું એ પુદ્ગલ સ્વભાવ છે અને મારો સ્વભાવ આત્માના સમતારૂપે થવું એ છે. તેનો ઉપયોગ સતત પ્રવર્તમાન જોઈએ. પુદ્ગલના ખંડાદિ પાંચ ભેદ
(૧) ખંડભેદ : લોખંડ, પથ્થર, શેરડીના ગડેરી રૂપે ટુકડા, તથા કેરી, ચીભડાદિના, ચોક્કસ આકારરૂપે ટુકડા થતાં જોઈ જો રાગ ઉત્પન્ન થાય તો આત્માનો સમતા સ્વભાવ ભેદાય. તો સમતા ન ભેદાય તે માટે વિચારવું કે આ ખંડ ભેદથી વસ્તુના ટુકડા થતા જાય છે, તો શેયના જ્ઞાતા બનીને તે જોવાનું છે અને આત્માના અભેદ સ્વભાવે રહેવાનું છે બહારમાં થતા ભેદને જોઈ ત્યાં ઉદાસીન થઈને આત્મામાં રસવાળા બનીએ. પરના ભેદને ભેદ તરીકે સ્વીકારતા પોતાની સમતાનો ભેદ કર્યો.
(૨) પ્રતર ભેદ: પડની જેમ હોય દા.ત. મુંબઈનો હલવો કાગળ ઉપર ચોરસ ચોસલા, તેની ઉપર કાગળ, તેની ઉપર ચોસલા-એમ અમુક પુદ્ગલો એ રીતે જ પડની જેમ પરિણમે. એ એનો સ્વભાવ જ છે એમાં આશ્ચર્ય પામવાનું નથી. દા.ત. અબરખના પડે તે રીતે જ છૂટા પડે.
(૩) ચૂર્ણિકા ભેદ: ચૂરો થઈ જાય. દા.ત. લાડવો, માટીનું ઢેકું. એમાં ટુકડા કે પ્રતર ન થાય. લાડવાને જાઈને પરિણામ કેવા અને ચૂરાને જોઈને પરિણામ કેવા? કેસરીયા મુનિને લાડવાનો ચૂરો કરતાં કેવલજ્ઞાન પ્રગટયું. આ પણ પુદ્ગલનો જ સ્વભાવ છે પણ આત્મા પર એની કેવી કેવી અસરો ઉપજાવે, કોળિયો ખાતાં કેવલજ્ઞાન પ્રગટાવવાનું છે એની બદલે મોહને આધીન થઈને આપણે કેવલજ્ઞાનને દૂર કરી દઈએ છીએ. જો કે સંસારમાં જ નહીં પણ ધર્મની દરેક પ્રક્રિયામાં પણ આપણે આ ન કરીએ છીએ.
આપણને સમ્યગ્દર્શન છે તેની ખાત્રી શું? હું આત્મા દ્રવ્ય છું ને આ પુદ્ગલ જ છે. મારો પરિણામ એના પરિણામમાં ભળી જવાનો નથી ને તેમાં ઉદાસીન થવું એ મારું કાર્ય છે. મારે માત્ર શેયના જ્ઞાતા બનવાનું છે. આ પ્રમાણે જ્ઞાનની જાગૃતિ હોય તો સમ્યગ્રદર્શનની હાજરી ગણાય. આપણે ઊંઘતા હોઈએ તો મોહરાજા બરાબર આપણો કોળિયો કરી જાય. આપણે ઊંઘતા રહીશું તો એકેન્દ્રિય ભવો આપણી માટે તૈયાર જ છે.
172 | નવ તત્ત્વ
Page #190
--------------------------------------------------------------------------
________________
• જિન શાસનની સ્થાપના કોના માટે? :
અનાદિકાળથી આપણે આત્મ દ્રવ્ય હોવા છતાં પુદ્ગલ સંબંધે આપણે જે જોડાયા છીએ તેના કારણે પોતાના કર્તવ્ય પ્રમાણે સ્વભાવમાં વર્તવું જોઈએ તે વર્તી શકતા નથી અને પુદ્ગલના સ્વભાવ પ્રમાણે પરિણામ પામીએ છીએ અને તે જ સંસાર. અર્થાત્ પર પરિણામ રૂપે થવું તે સંસાર ને સ્વ પરિણામ રૂપે થવું તે જ મોક્ષ. મોક્ષ શબ્દ પ્રથમ લખવાનું કારણ જ એ છે કે આત્મા અનાદિથી પર સ્વરૂપે થયેલો છે તેમાંથી આત્માએ છૂટા થવું અને તેની માટેની પ્રક્રિયા તેનું જ નામ વ્યવહાર ધર્મ. ધર્મ એ બીજું કોઈ જ નથી. માટે ધર્મનો વ્યવહાર, ધર્મની સ્થાપના, તીર્થની સ્થાપના આ બધું જ સ્વભાવમાં રહી શકતા નથી અને જે આત્મા પોતાના સ્વભાવ પ્રમાણે થઈ શકવાની યોગ્યતા ધરાવે છે અને એ પ્રમાણે થવાની ભાવના છે તેની માટે જ છે, જેને એ પ્રમાણે થવું નથી તે અહીં આવી સ્વ-પરનું બગાડશે. પરમ શાસન, પરમ વ્યવહારને પણ બગાડશે. જેને સ્વપરિણામ રૂપે થઈ જવાની ભાવના છે તેને જ અહીં પ્રવેશ છે. જેને ભવનો નિર્વેદ થયો તે જ યોગ્ય છે. • જિનશાસન એ પૂર્ણ સત્યનો પ્રકાશ છેઃ
પરમાત્માનું શાસન કોઈ સંપ્રદાય નથી પણ એક પૂર્ણ સત્યનો પ્રકાશ છે. સત્યનો જે સ્વીકાર કરે તેને શાસન મળે. કુળથી, વારસાગત મળી જાય તેવું નથી. જાતિ, જ્ઞાતિ, કુળ અહીં મહત્વના નથી. માત્ર એક જ વાત, સ્વીકારવાની યોગ્યતા છે કે નહીં, નહીં તો સ્વ-પરના નુકશાનનું કારણ માત્ર બનશે. મોહની મુક્ત થવાની ભાવનાવાળો જ વાસ્તવિક મુમુક્ષુ છે, બીજાને મુમુક્ષુ કહેવાય નહીં. શાસન દ્વારા, ધર્મ દ્વારા આ મળો ને તે મળો એ વાત જ ક્યાંથી આવે? અહીં તો છોડવાની વાત છે, મેળવવાની વાત છે જ નહીં. મોહને છોડવાનો અને તેના માટે તેના કારણોને છોડવાના છે. આ વાત ન ગમી તેણે વચલો રસ્તો કાઢ્યો છે. મોહને જ છોડવાનો છે તો મોહને છોડો એના કારણોને છોડવાની જરૂર નથી. રાગ-દ્વેષ ન કરવા પરંતુ પરમાત્મા તો મોહ ને મોહના કારણો બધાને જ છોડવાનું કહે છે. મોતનું કારણ પુદ્ગલના ૧૦ પરિણામો છે અને એ નિમિત્તે થતાં મોહને છોડવાનો છે. પુગલના સંયોગમાં એવી રીતે રહેવું કે જેમ અગ્નિથી કાર્ય થાય, દઝાય નહીં અને કાર્ય પૂર્ણ થતાં અગ્નિને બુઝાવી દઈએ. એ જ રીતે પુદગલ સાથે સંયોગ રાખવાનો છે. ક્રિયા પણ તેટલી જ કરવાની જેટલી જરૂરિયાત છે, સાવધાની પણ ખૂબ જ રાખવાની છે. પુદ્ગલને અગ્નિ રૂપે માનવાનું છે તો એ પ્રમાણે કાર્ય થશે.
અજીવ તત્ત્વ 173
Page #191
--------------------------------------------------------------------------
________________
(૪) અનુત્કટીકા ભેદઃ વાંસ, શેરડી, લાકડી વગેરેને છોલવાથી થતાં ભેદને અનુત્કટીકા ભેદ કહેવાય. શેરડીનો ઉપયોગ બે રીતે થાય કાં તો રસ કાઢીને અને કાં તો ટુકડા કરીને. ટુકડા કરવામાં એની છાલ ઉતારવી પડે, ઘણા ફળ વગેરે એવા હોય કે છાલ એવી રીતે ઉતરે, એવા આકાર થાય ને આત્માને ગમી જાય. • બંધક મુનિની કરુણાની પરાકાષ્ટા
કોઠિબંડાની છાલ ૧૩ ક્રોડક વર્ષ પૂર્વે બંધક મુનિના આત્માએ ઉતારી, એ ગમી ગઈ એવા અનુબંધ પડ્યા કે આ કર્મ ઉદયમાં આવ્યું. આખા શરીરની જીવતા જ છાલ ઉતરવાનો પ્રસંગ આવ્યો ત્યારે હવે ઉદાસીન પરિણામે કાર્ય કરે. ખંધકમુનિ જિન શાસન પામેલા હોવાના કારણે કર્મોનાં ઉદયને કર્મોને ખપાવવાનો રૂડો અવસર માન્યો, કરુણાની પરાકાષ્ટા આવી, આત્મા પર પ્રેમ ઉછળી ગયો, મારાથી કોઈ આત્મા હવે પીડા ન પામી જાય તેથી મારાઓને કહે છે કે તમને પીડા ન થાય તેમ હું ઊભો રહું, કારણ મારા હાડકા કઠણ છે તેથી તમને વાગી ન જાય તે રીતે ઊભો રહું જેથી ચામડી ઉતારતા તમને પીડા ન થાય. આવા પરિણામમાં રહીને તેમણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું.
શાક, ફળ વગેરેની છાલ ઉતારતા ઉપયોગ આવવો જોઈએ કે, આઠમા વર્ષે હાથમાં રજોહરણ લેવાનું હતું એ તક ગુમાવી તો આ ધંધો કરવાનો અવસર આવ્યો.
(૫) ઔત્કારિક ભેદ પોપડા રૂપે ઉખડે. શરીરની ચામડી, વૃદ્ધાવસ્થામાં જીર્ણ તથા પોપડા રુપે ઉખડે તેથી જરાવસ્થા જીવોને ગમતી નથી. આ બધા પુદ્ગલના પરિણામો છે. તેમાં રાગાદિ ભાવો થતાં આપણો આત્મા સ્વસ્વભાવથી ભેદાય છે.
રૂપાકારના પરાવર્તનથી જીવનનું પરાવર્તન કરતા:
અત્યંત સુશોભિત દિવાલ જે વિવિધ રંગ, ડિઝાઈન અને ચિત્રો વડે અત્યંત આકર્ષક દેખાય તે જ દિવાલમાંથી જ્યારે રંગના પોપડા ઉખેડવા મંડે ત્યારે તે દિવાલની શોભા ફરી જાય અને તે દિવાલ હવે કઢંગી લાગે. જર્જરિત દિવાલ જોઈ દષ્ટિ ત્યાં સ્થિર ન થાય અને તે દિવાલ સમારવાનું, રંગવાનું વગેરે વિચાર આવે. સુશોભિત દિવાલ જોઈ જે પૂર્વે રાગ થયોતેરાગને પોષવા દિવાલરંગવાદિના વિચાર આવે, પણ વિવેક પ્રગટ ન થાય કે પુદ્ગલ સ્વભાવ જ સડાપડન વિધ્વંસન અને પરાવર્તન છે. ગમે તેટલું કરો તો પણ તે તેના સ્વભાવ પ્રમાણે પરાવર્તન પામશે. 174 | નવ તત્ત્વ
Page #192
--------------------------------------------------------------------------
________________
સનતકુમાર ચક્રવર્તીને અત્યંત રૂપવાન, નિરોગી શરીરમાં ૧૬ મહારોગ થયાની પ્રતીતિ પર વિવેક પ્રગટયો, વૈરાગ્ય ઝળહળ્યું અને અનિત્ય, પરાવર્તન પામનારા શરીર, રૂપ, શોભાને ફરી સારું કરવાને બદલે તેનું મૂળ કર્મ તેને જ દૂર કરવાનો દઢ નિર્ણય કરી સંસારના જર્જરિત રાજ્યાદિ સર્વ સંપત્તિ, સત્તાને ક્ષણભંગુર માની સાપ કાચળી ઉતારે તેમ છોડીને કર્મ, કાયા ને કષાય રૂપ સંસાર-મહારોગને દૂર કરવા સર્વજ્ઞ કથિત પ્રવજ્યા માર્ગનો સ્વીકાર કરી ઘોર તપાદિ સાધનાનો યજ્ઞ માંડયો. અનેક લબ્ધિઓ પ્રગટ થવા છતાં તેનો ઉપયોગ રોગાદિને દૂર કરવામાં કરતા નથી.
ભરત ચક્રવર્તી પણ ઘરેણાઓથી સુશોભિત દેહની એક આંગળીમાંથી એક વીંટી નીકળતા, તે આંગળી શોભા વિનાની જોતાં અનિત્ય ભાવના પર ચઢી ક્ષપક શ્રેણી માંડી કેવલી બન્યા.
આમ અજ્ઞાન, અવિવેકી જીવ પુદ્ગલના પરિણામમાં ભ્રમિત થઈ પોતાની સ્વભાવ દશા ગુમાવી રાગાદિ ભાવ રૂપ વિભાવ દશાને પામી સંસારમાં ભમે છે. તે ભ્રમણ નિવારવા અને આત્માની સ્વભાવ દશામાં રમણતા કરવા ધર્મ ધ્યાન જરૂરી. • ધર્મધ્યાન स्थिरमध्यवसानं यत् तद् ध्यानं।१६-१।
(અધ્યાત્મસાર) કોઈ એક વિષયમાં ચિત્તનું સ્થિર થવું તે ધ્યાન છે. ધ્યાન ચાર પ્રકારનું છે – આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. તેમાં અહીં ધર્મધ્યાનનો વિચાર વિશેષથી કરવાનો છે. • આત્મા ધર્મ ધ્યાનનો અધિકારી કયારે બને? :
ધ્યાન વિના વાસ્તવિક આત્મહિત નથી. ધ્યાન માટે પ્રથમ માત્મજ્ઞાનનં ધ્યાને આત્માના સ્વભાવ અને સ્વરૂપના નિર્ણય વડે સ્વનું સ્વ તરીકે અને પુદ્ગલના સ્વરૂપના જ્ઞાન વડે પરનું પર તરીકે નિર્ણય થાય એટલે ભેદજ્ઞાન થાય, પછી આત્મા શેયના જ્ઞાતા સ્વભાવે ધ્યાન રૂપે બને.
સ્વના સ્વભાવની પૂર્ણતાની રુચિ પ્રગટ થયા પછી પરપુદ્ગલના સંયોગથી રાગાદિ સંસારમય બનેલા આત્માને તે સંયોગ સંસારથી ભેદ કરવા રુચિ પ્રગટ થાય, પછી પર સંયોગથી છૂટવા, સ્વ સ્વભાવમય બનવા અને સ્વરૂપમાં સ્થિરતા પામવા ધ્યાનનો આત્મા અધિકારી થાય.
અજીવ તત્ત્વ | 175
Page #193
--------------------------------------------------------------------------
________________
અર્થાત્ પુગલના પરિણામમય બનતા આત્માને અટકવા રૂપ અને સ્વ સ્વભાવ રમણતાની સ્થિરતા રૂપ ધ્યાનનો અધિકારી થાય. ધર્મ ધ્યાનના ચાર પાયાની વિચારણા જરૂરી. ૧. આજ્ઞા વિચય:
नयभङगप्रमाणाऽऽढयां, हेतूदाहरणाऽन्विताम्। आज्ञां ध्यायेजिनेद्राणामप्रामाण्याऽकलिङ्कताम्।।३६॥
'
(૧૬-૩૬ અધ્યાત્મ સાર) સ્યાદ્વાદ સ્વરૂપ અતિગહન, ગંભીર અને વિશાળાશયને ધારણ કરનારી જિનાજ્ઞાને સંપૂર્ણ રીતે સમજવા નૈગમાદિ ૭ નયો અને તે દરેક નયના પ્રાયઃ ૧૦૦૧૦૦ ભાંગા એમ ૭૦૦ ભાંગા વડે વસ્તુનો વિચાર કરવામાં આવે તો વસ્તુનું યથાર્થ-પ્રમાણભૂત જ્ઞાન થાય. વસ્તુ સંબંધી જ્ઞાન જેટલું યથાર્થ પ્રમાણભૂત તેટલા વિકલ્પો ઓછા, તેટલું ધ્યાન સ્થિરતાને પામે. વસ્તુને સમજવા હેતુ-ઉદાહરણયુક્તિનો ઉપયોગ થાય તો તે જલદી સમજાઈ જાય. તેથી જિનાગમ ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યું. ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ, દ્રવ્યાનુયોગ અને તેના ફળરૂપ ચારિત્રાનુયોગ (આચારરૂપ), તેના વિના કોઈની મુક્તિ નહીં.
આથી આગમમાં ચાર નિક્ષેપો રે, સાતે નર્ય કરી રે, માહે ભલી સખાભણી વિખ્યાત. આથી ચાર નિક્ષેપા અને ૭ નયો, હેતુ, ઉદાહરણો વડે જિન વચનનો વિસ્તાર કરવામાં આવ્યો છે.
આજ્ઞા વિચય અર્થા જિનાજ્ઞાનો વિચાર કરી જિનાજ્ઞામય બની આત્મામાં વિચરવું. (રમવું) જિનાજ્ઞા ઉપાદેય ક્યારે લાગે? મનુષ્ય જીવનનો સાર માત્ર સ્વાત્મહિત પૂર્ણ સાધી લેવું તે. મનુષ્યભવ સિવાય કોઈ પણ ભવમાં આત્મહિતની પૂર્ણતા કરી શકાશે નહીં. દેવ, નરક કે તિર્યંચ ભવમાં કદાચ સમક્તિની પ્રાપ્તિ થાય તો આત્મહિત કરવાનું સમજાય, રુચિ પણ આવે છતાં ત્યાં આત્મહિતની પૂર્ણતા ન કરી શકે, ફરી જન્મ લેવો જ પડે. મનુષ્યભવ એકમાં જ અહીં આત્માની પૂર્ણતા રૂપ સિદ્ધાવસ્થા પ્રગટ કરી શકાય, બીજે નહીં અને સિદ્ધાવસ્થારૂપ પૂર્ણતા પ્રગટાવવા પ્રધાન આલંબન કારણ જિનાજ્ઞા જ પ્રધાન કારણ છે તે સિવાય નહીં. અન્ય લિંગે કોઈ કદાચ મુક્તિ પામે પણ અન્ય ને કોઈ મુક્તિ પામી 176 | નવ તત્ત્વ
Page #194
--------------------------------------------------------------------------
________________
શકે નહીં. બધાને જિન બનવું ફરજિયાત. તો જિનની આજ્ઞાથી જિન બનવું બહુ સરળ બને.
જિનની આજ્ઞા ઉપાદેય લાગે. જિનની આજ્ઞાથી જ મુક્તિ થશે આવી શ્રદ્ધા કદાચ આવી જાય પણ તેની સ્વની રુચિ આવવી દુષ્કર છે. અનંતાકાળમાં પરિભ્રમણ કરતા જિનશાસન, જિનાજ્ઞા મળી, સમજાણી, ઉપાદેય લાગી પણ તે આજ્ઞા બીજાને ઉપાદેય બનાવવા, મનાવવામાં, પડાવવામાં, જીવે વિશેષથી પ્રયત્નો કર્યા, તેમાં જ તેણે રસ દાખવ્યો. પણ સ્વને તેની રુચિ ન થઈ. જો પોતે રુચિપૂર્વક જિનઆજ્ઞા પાળી હોત તો તેનું ભવ પરિભ્રમણ ઊભું રહેત નહીં. આથી સ્વને તેની તીવ્ર રુચિ થવી તે અતિ મહત્વનું છે. જો તીવ્ર રુચિ પ્રગટ થઈ જાય તો જિનાજ્ઞા વિનાનું જીવન જીવવું પણ દુષ્કર બનશે. જિનશાસન પ્રવચનરૂપ તીર્થ છે:
ભવસમુદ્રમાંથી તરે તે તીર્થ અને તારે તે તીર્થ. જિનેશ્વર પરમાત્મા સ્વયં તીર્થરૂપ. સ્વયં તીન્નાણું-તારયાણં ભવસમુદ્ર તરનાર છે. વિષય- કષાયરૂપ જે ભાવસંસાર છે તેનાથી પૂર્ણ તરી ગયા છે અને તેથી જ તેઓ ભાવ સંસારમાંથી તરવાના ઉપાયરૂપ પ્રવચન-તીર્થની સ્થાપના કરી શકે છે તે પ્રવચનનો સ્વીકાર કરી તેમય પૂર્ણ જીવન જે જીવે તેને પણ ભવસમુદ્ર તરવામાં સહાયક બને છે. તીર્થકરના આત્મા ને ધર્મદશનાથી જ નામકર્મનો નાશ થાય, જે તે દેશના સાંભળી અને તે પ્રમાણે જીવન જીવે તેનો પણ ભવ નાશ પામે તેમાં શું આશ્ચર્ય?
આથી સંસાર તરવા જિનેશ્વર પરમાત્માની હાજરીમાં પ્રવચનરૂપ તીર્થ જ પ્રધાન છે અર્થાત્ પરમાત્મા જિનવાણી વડે જ અનેક ભવ્યાત્માઓને તારવામાં નિમિત્ત બને છે અને સ્વયં પણ પ્રવચન વડે તીર્થકર નામ ખપાવી દેહથી મુક્ત બને છે. જિનેશ્વર પરમાત્માની ગેરહાજરીમાં પણ જે કોઈ તરે તેમાં મોટા ભાગનો આત્માઓ જિન પ્રવચનની અવલંબને જ તરે. અન્ય લિંગે પણ મોક્ષ થાય પણ તેમને પણ જિનવચનમય થવુંજ પડે. ભવસમુદ્ર તરવાનું પ્રધાન સાધન જિનવચન (પ્રવચન) રૂપ જજિનાજ્ઞા છે. આત્મહિતનું પ્રધાન તેથી તે જ ઉપાદેય છે તેમ પ્રથમ લાગવું જોઈએ. જિન-પ્રવચન-સૂત્ર. પ્ર-વચન એટલે પ્રકૃષ્ટ વચન. સર્વડ સિવાય કોઈનું પણ વચન પૂર્ણ સત્ય શક્ય નથી. તેથી આત્મહિતની પૂર્ણતા માટે તેમનું જ વચન વિના વિકલ્પ ઉપાદેય બને.
અજીવ તત્ત્વ | 177
Page #195
--------------------------------------------------------------------------
________________
નમસ્કાર મહામંત્ર દ્વાદશાંગી રૂપ અને ‘નમો’ પદ તેનું પ્રવેશ દ્વારા જિનપ્રવચનરૂપ સમગ્ર દ્વાદશાંગી (આગમ) નમસ્કાર મહામંત્રમાં સમાયેલી છે અર્થાત્ નમસ્કાર મહામંત્રનો વિસ્તાર જ દ્વાદશાંગી છે. આથી નમસ્કાર મહામંત્રરૂપ પ્રથમ સૂત્રને જ સમજવા-પરિણમવા જ દ્વાદશાંગી સુધી ભણવાનું છે. આથી નમસ્કાર મહામંત્ર એ દ્વાદશાંગીનો પ્રવેશ દ્વાર છે. તેમાં “નમો પદ જિનશાસનમાં પ્રવેશવાનું મુખ્ય પ્રવેશદ્વાર છે.
માત્ર નમો પદનો જો તત્ત્વથી સ્વીકાર થાય તો પણ તે ધ્યાનનો અધિકારી બની જાય. મંદિરમાં (ધર્મ સ્થાનમાં-ઉપાશ્રય-ગુરુના અવગ્રહમાં) પ્રવેશવું હોય તો પ્રથમ નિશીહિ' બોલવી પડે. ધર્મના સ્થાનમાં જઈ માત્ર ધર્મ જ કરવાનો છે, તે સિવાય બધી બાબતો માટે નિષેધ સૂચવતું નિશીહિ વચન છે.
જિનની સમગ્ર આજ્ઞા બે સ્વરૂપે છે. “નિષેધાત્મક અને વિધેયાત્મક”. પ્રથમ નિષેધાત્મક શા માટે? અનાદિકાળથી નિગોદથી જ) જીવ પોતાના સહજ સ્વભાવ ધર્મરૂપજિનાજ્ઞાનું પાલન કરવાનું છે તે કરતો નથી પણ તેનાથી વિપર્યાસરૂપ વિભાવ સ્વભાવરૂપ કાર્ય કરે છે તેથી તે પ્રથમ બંધ કરવા નિષેધાત્મક જિનાજ્ઞા આવી.
मन्ह जिणाणमाणं, मिच्छं परिहरह, घरह सम्मत्तं। તું જિનની આજ્ઞા માન. આત્મહિતરૂપી આરાધનાની શરૂઆત જિનની આજ્ઞા માનવાથી થાય. જેજિનાજ્ઞા સંપૂર્ણ માને તે જજિનાજ્ઞા પાલનના ધર્મના અધિકારી બને. જે જિનાજ્ઞા સંપૂર્ણ માનતા નથી તે પાલનના પણ અધિકારી ન બને. જિનાજ્ઞાને માન્યા વિના જિનાજ્ઞાનું પાલન તે દ્રવ્યાજ્ઞાપાલન રૂપ જ થાય. તેનાથી નિર્જરા ન થાય. આથી પ્રથમ જિનની આજ્ઞા-મિષ્ઠ પરિહર અર્થાત્ મિથ્યાત્વનો ત્યાગ કરવાનું. ખોટાના ત્યાગ-સંપૂર્ણ સત્યના સ્વીકારરૂપ આજ્ઞા છે.
“ન” નથી “હું દેહ નથી.” અનાદિકાળથી સ્વાત્માને ભૂલી અને મિથ્યાત્વના ઉદયે દેહને જ આત્મા માન્યો છે તે મિથ્યાત્વનો ત્યાગ કરવાનો છે. “આભ બુદ્ધ કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ સુજ્ઞાની”.
| (સુમતિનાથ ભગવાન સ્તવન-પૂ. આનંદઘનજી મહારાજ) અર્થાત્ આત્માની બુદ્ધિથી જ દેહનો સ્વીકાર કરી દેહ માટે જ જીવ આવ્યો છે. 178 | નવ તત્ત્વ
Page #196
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનીઓએ તેને બહિરાત્મા કહ્યો અને તે મહાપાપરૂપ ગણાવ્યો. તે પાપથી પ્રથમ મુક્ત થવા પ્રથમ સૂત્ર નમો પદ છે. તે મિથ્યાત્વના ત્યાગરૂપ અને સમક્તિના
સ્વીકારરૂપ છે. “શુદ્ધ આત્મા દ્રવ્યમેવાડહ” શુદ્ધ આત્મા દ્રવ્ય છું.” એ ભૂલી પુદ્ગલદેહને પોતાનો આત્મા માની જીવન પુદગલમય બનાવી પુદ્ગલ માટે જ જીવ્યો. બીજી જિનાજ્ઞા વિધેયાત્મક”. મોહ, મોહના ઉદયથી મારુ શું? અર્થાત્ “હું શરીર છું” અને “શરીર સંબંધી જે કંઈ છે તે મારું છે” આ મિથ્યામોહના ઉદયથી જીવે ઊંધી માન્યતા પકડી છે. તે માન્યતા છોડીને સર્વશે કહેલું માનવા-સ્વીકારવારુચિ કરવા રૂપ સમ્યક્ત ધારણ કરવાના વિધાનરૂપ જિનાજ્ઞા છે. "जारिसो सिद्धसहावो तारिसो होई सव्व जीवाणं।
(પૂ. સિદ્ધસેન દિવાકરસૂરિ.) સિદ્ધના આત્મા જેવા છે તેવા સર્વ જીવ સત્તાએ સિદ્ધ છે. યો સિદ્ધાત્મા તો દં, તો હંસ પરમેશ્વર
(યોગપ્રદીપ) જે સિદ્ધાત્મા છે તે જ હું પોતે, પણ સત્તાએ સિદ્ધ અને સ્વભાવે જ્ઞાનાદિગુણથી પૂર્ણ પરમાત્મારૂપ છું અર્થાનમોપદમાં હુંઅરિહંતપદ-એ જ્ઞાનાદિ ગુણસ્વભાવરૂપ છે અને અરિહંત ઊ આણં, અરિહંતની આજ્ઞા પણ સ્વભાવથી પૂર્ણ થવાની છે અને બીજું – સિદ્ધપદ ઊ સ્વરૂપ પદ. આત્મા એ જ્ઞાનાદિ ગુણથી સત્તાએ જિન કેવલી પરમાત્મા અને સત્તાએ સિદ્ધ છે તેથી સિદ્ધોની આજ્ઞા પણ સિદ્ધ થવાની જ છે.
જ્યાં સુધી આત્મા સિદ્ધ ન થાય ત્યાં સુધી સિદ્ધના ઉપકારમાંથી નિવૃત્ત નહીં થાય. એક આત્મા સિદ્ધ થયો ત્યારે આપણો આત્મા અનાદિ નિગોદમાંથી બહાર આવી, અહીં સુધી પહોંચ્યો.
જીવનું મૂળભૂત સ્વરૂપ પણ પરસ્પરોપગ્રહ જીવાનામ્ (તત્વાર્થસૂત્રપ-૨૧) જીવે પરસ્પર ઉપકાર કરવાનું છે અર્થાત્ જીવ પીડાથી રહિત છે તેથી સ્વયં પીડા ન ભોગવવી કે બીજાના પીડામાં નિમિત્ત પણ ન બનવું તે જીવ સ્વભાવ. જ્યાં સુધી જીવ સિદ્ધસ્વરૂપને ન પામે ત્યાં સુધી તેની પણ પૂર્ણતાન થાય. અરિહંતો સ્વભાવથી પૂર્ણ, જયારે સિદ્ધ સ્વભાવ અને સ્વરૂપથી પૂર્ણ છે. અરિહંતો દેહમાં દેહાતીત સ્વરૂપે રહેલા છે. સિદ્ધો દેહરૂપ આકારથી અક્ષય-અરૂપી, નિરાકારે, નિરંજનાદિ
અજીવ તત્વ | 179
Page #197
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપે રહેલા છે. સિદ્ધ સ્વરૂપ પ્રગટાવવાનો ઉપાય પણ પ્રથમ સ્વભાવની પૂર્ણતા કરવાનો છે અને તે કર્યા વિના સ્વરૂપની પૂર્ણતા થવાની નથી. પ્રથમ સમ્યક્ત પછી વીતરાગતા, પછી સર્વજ્ઞતા અને પછી સિદ્ધાવસ્થા. આમ ક્રમશઃ પ્રગટ થાય. આમ “નમો પદ સમ્યત્વની પૂર્ણતા માટે અરિહંતપદ સ્વભાવની (વીતરાગતા, સર્વજ્ઞતાની) પૂર્ણતા માટે અને સિદ્ધપદ (શુદ્ધઆત્મ) સ્વરૂપને પ્રગટાવવાના આલંબન ભૂત છે. • સંર્વાગ-
વિગ ઝોના કારણે? મોહના પરિણામથી આત્મા છૂટો ક્યારે થાય? પરના સંયોગોથી છૂટે ત્યારે કે છૂટવાનો ભાવ હોય ત્યારે. પરથી છૂટા થવાનો ભાવ ન થવો તે જ મોહનો પરિણામ છે. આ વાતને સમજાવા માટે જ છ દ્રવ્યની વાત મૂકવામાં આવી છે. સંયોગવિયોગ સ્વભાવ માત્ર પુદ્ગલમાં જ છે બાકી કોઈ દ્રવ્યમાં નથી. પણ પુલના સંયોગને કારણે તેનો સ્વભાવ આત્મામાં ભ્રમરૂપે પ્રગટ થયો છે. કારણ અનાદિથી આત્માને પુદ્ગલનો સંયોગ થયેલો છે. એક પરમાણુ બીજા સાથે જોડાય તે સંયોગ અને છૂટો પડે તે વિયોગ અને પુદ્ગલનો તે સ્વભાવ જ છે માટે તેમાં આ પ્રક્રિયા નિરંતર ચાલ્યા જ કરે છે. સંબંધો તૂટે નહીં પણ વધારે મજબૂત થાય તેવા જ તમારા પ્રયત્નો છે. સંસાર સ્વરૂપથી નહીં સમજાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ જ રહેવાની છે. મુનિપણામાં આવ્યા પછી પણ આ જ પ્રક્રિયા બનવાની છે.
આચાર્યપદ : આચાર્યપદ એ સ્વભાવની પૂર્ણતાના ઉપાયભૂત – જ્ઞાનાદિ વ્યવહારથી પંચાચારના આચરવારૂપ અને નિશ્ચયથી પાંચ ગુણોમાં રમણતારૂપ સાધનાપદ છે.
ઉપાધ્યાયપદ : આગમરૂપ, પંચાચારનું સ્વરૂપ આગમમાં જ હોવાથી તે આગમને સ્વયં ઉપયોગરૂપ પઠન કરવા રૂપ અને યોગ્યને તેના પાઠન કરાવવા રૂપ આત્મ સ્થિરતા કરવા રૂપ ધ્યાન પ્રધાન સાધના પદ છે અથવા વિનયપદ.
સાધુપદ: આગમનો અધિકારી સર્વ સંયોગોના ત્યાગપૂર્વક જે બાહ્ય અત્યંતર પરિગ્રહ (ગ્રંથિ રાગ-દ્રષ)થી સર્વથા મુક્ત થવા ઈચ્છે છે તેવા નિગ્રંથ – સર્વજ્ઞ તત્ત્વ વડે જગતનો નિર્ણય કરી અને આત્મ સ્વભાવમાં જ રમણતા કરવાનો જેને રુચિપૂર્વક દઢ નિરધાર છે તેવો જ અણગાર – ભિક્ષુક વિનયપદની યોગ્યતા વડે આગમ ભણવાનો અધિકારી બની, આગમ વડે આત્મા અને જગતને જાણી,
180 | નવ તત્ત્વ
Page #198
--------------------------------------------------------------------------
________________
જગતથી મૌન ધારણ કરી, જગતના સર્વજીવોને સિદ્ધ સમાન સ્વીકારી અને સ્વમાં રમણતા કરવા વડે સર્વ પાપનાશ કરવાનો અધિકારી બની પોતાની શુદ્ધ સિદ્ધાવસ્થા પ્રગટ કરે.
પઢમં હવઈ મંગલ : સર્વપાપથી રહિત પરમ મંગલ સર્વકર્મથી રહિત સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે.
આમ નમસ્કાર મહામંત્રરૂપ પ્રથમ આગમ (સૂત્ર)માં સમગ્ર દ્વાદશાંગી સમાયેલી છે અને તેને સમજવા અને આત્મસાત્ કરવા જ સૂત્ર, અર્થ અને તત્ત્વથી ભણવાનું છે અને ચારિત્ર વડે તેને તત્ત્વ સંવેદન આત્માના અનુભવરૂપ વેદન ધર્મધ્યાન રૂપ સાધના કરવાની છે.
આગમ ભણવા અને તેને તત્ત્વસંવેદન કરવારૂપ આત્મસાત કરવા દીક્ષા જરૂરી. રાજ્ય માન્ય ૧૪ વિદ્યાના પારગામી હરિભદ્ર બ્રાહ્મણ પંડિતનો અભિગ્રહ “હું જેની પાસે સૂત્રાદિ સાંભળું અને તેનો અર્થ મને ન આવડે અને તે મને સમજાવે તો મારે તેના શિષ્ય બનવું.” એકદા રાત્રિએ સાધ્વી ભગવંતના ઉપાશ્રયની બાજુમાંથી પસાર થયા. રાતના પ્રતિક્રમણ પછી સાધ્વી મહત્તરા “આવશ્યક નિર્યુક્તિ” આગમનું પુનરાવર્તન- સ્વાધ્યાય કરતા, ચક્કી દુર્ગ... ચક્કી..” ગાથા સાંભળી તેનો અર્થ કરવા ઊભા રહ્યા પણ તેનો અર્થ ન સમજી શક્યા. સાધ્વી પાસે ગયા. સાધ્વી ભગવંતે કહ્યું, આવશ્યક – આગમ તેનો અર્થ કહેવાનો અમારો અધિકાર નથી તે અમારા આચાર્ય ગુરુદેવ જ જણાવી શકે. તરત ગુરુ પાસે પહોંચ્યા, ગુરુ ભગવંતે કહ્યું “આ આગમ સૂત્ર તેનો અર્થ જાણવો હોય તો દીક્ષા લેવી પડે. જ્ઞાનની અગમ્ય ઝંખના, લીધેલી પ્રતિજ્ઞામાં અડગ-દીક્ષા માટે તૈયાર પછી સૂત્ર, અર્થ, યોગ્યતા જોઈ આપ્યા. આથી આગમ ભણવા – દીક્ષા ફરજીયાત. • આગમ ૩ પ્રકારઃ
આગમ ભણી, વિરતી પૂર્વક આચારના પાલન વડે આગમનો અર્થ આત્મામાં સ્થિર કરીને, તેનો અનુભવ કરી આત્માના સ્વભાવ – સ્વરૂપની પૂર્ણતા વડે, આત્માને આગમરૂપ (કેવલજ્ઞાન) પ્રગટાવવા વડે, આગમ સિદ્ધ કરવાનો છે. તીર્થકર આત્માગમ, ગણધરો અનંતર આગમ અને તેમના વડે રચાયેલા સૂત્ર ને ગ્રંથરૂપે આપણા સુધી આવ્યું તે પરંપરાગમ.
અજીવ તત્ત્વ | 181
Page #199
--------------------------------------------------------------------------
________________
આ રીતે આગમ વડે આત્માને ઓળખી સર્વ પર સંયોગની પરાધીનતાથી આત્માને છોડાવી, સ્વને આધીન (સ્વ સ્વભાવમય) બનાવવો તે ધર્મ ધ્યાન, અને પરને આધીન થઈ પરમય બનવું તે આર્ત-રૌદ્ર ધ્યાન.
ભેદજ્ઞાન થયા પછી પુગલનો ઉપયોગ જરૂર પૂરતો ઉદાસીન ભાવે જ કરાય તો જ ભેદજ્ઞાનનો લાભ અર્થાત્ જ્ઞાનાદિગુણ વૃદ્ધિમાં તેની જેટલી સહાયની જરૂર હોય તેટલી જ સહાય લેવાય અર્થાત્ આત્મવીર્યને પુદ્ગલ ગ્રહણાદિમાંથી ખસેડી
સ્વગુણ પરિણમનમાં પરિણમાવવું પડે. નહીંતર મોહ પુદ્ગલના રંગ-રાગમાં રમતો રાખી અને આત્માને આ શરીરમાં બંધનરૂપે ભમતો રાખી, સ્વ-સ્વભાવનું સાવ વિસ્મરણ કરાવી આત્માના ભાવપ્રાણોને હણી નાંખશે. તેનાથી બચવા સર્વજ્ઞ કથિત તત્ત્વ, આચારોને જીવન સાથે વણી લેવાનો પુરુષાર્થ કરવો પડશે અને તે માટે ભેદજ્ઞાન અતિ મહત્વનું છે. આત્મહિત માટે ધ્યાન જરૂરીઃ
મનુષ્યભવનું જે દુર્લભકર્તવ્ય આત્મહિત સાધવાનું છે તે ધ્યાનયોગ વિના શક્ય નથી. ધ્યાનમાં આત્માએ પરના સંયોગ અને પરના સ્વભાવથી છૂટા થવાનું છે અને પોતાના સ્વરૂપનું આલંબન પકડી સ્વ સ્વભાવમાં સ્થિરતા-રમણતા કરવાની છે. અને તે માટે ભેદજ્ઞાન એ પરમ ભૂમિકારૂપ છે, એ જ શિવમાર્ગ છે.
ધ્યાનમાં પ્રથમ ધ્યેયનો પૂર્ણ નિર્ણય જોઈએ. ધ્યેય શુદ્ધ ન હોય તો ધ્યાન શુદ્ધ ન થાય. તેથી પોતાની સત્તાગત શુદ્ધ સિદ્ધાવસ્થા છે, તે સ્વરૂપ હમણાં કર્મના સંયોગથી આવરાયું છે અને કર્મના ઉદયથી વિકૃતિને પામ્યું છે તેવો નિર્ણય પ્રથમ થવો જરૂરી છે.
અનાદિથી બિડાયેલા એવા સત્તાગત શુદ્ધસિદ્ધ સ્વરૂપને જ ધ્યાનમાં આલંબનમાં પકડવાનું સર્વજ્ઞ વચન છે.
રૂપાતીત સ્વભાવ જે કેવળ દંસણનાણીર, ધ્યાતાનિજ આત્મા હોય સિદ્ધ ગુણખાણર.” यः सिद्धात्मा परः सोऽहं, सोऽहं सः परमेश्वर :। मदन्यो न मयोपास्यो, मदन्येन न चाप्यहम् ॥४४॥
(યોગપ્રદીપ)
182 | નવ તત્ત્વ
Page #200
--------------------------------------------------------------------------
________________
જે સિદ્ધાત્મા છે તે જ હું પોતે સત્તાએ છું અને વીતરાગ અને સર્વજ્ઞ પરમાત્મા તે પણ પોતે સત્તાએ છું તેથી મારે મારા જ સિદ્ધાત્મા અને પરમાત્માની નિશ્ચયથી ઉપાસના કરવાની છે તે સિવાય બીજા કોઈની ઉપાસના કરવાની નથી, કારણ તે અને હું જુદા નથી. વ્યવહારે જે સર્વજ્ઞ અને સિદ્ધ થઈ ગયા છે તેનું આલંબન પણ જરૂરી.
આથી જ જીવે પોતાના શેયના જ્ઞાતા બનવાનું છે જે સ્વ શેયના જ્ઞાતા ન બની શકે તે ધ્યેયનો ધ્યાતા ન બની શકે. સાતમાનપત્ત ધ્યાન – આત્માના જ્ઞાનનું ફળ ધ્યાન અને ધ્યાન રૂપે બનેલા જ્ઞાનનું ફળ મુકિત માત્મજ્ઞાનં ર મુમ્િ = (અધ્યાત્મસાર) કર્મ, કષાયથી મુક્તિ. કષાય મુક્તિ વિના જ્ઞાન ક્યારેય પૂર્ણતાને પામી શકે નહીં. પૂર્ણતાને પામવા પોતાના શુદ્ધ સ્વરૂપના પૂર્ણ જ્ઞાતા એવા જિન કેવલીના વચનના આલંબનથી જ આગળ વધાય. • શાનનું સ્વરૂપ
જ્ઞાન સ્વરૂપે અરૂપી છે અને કર્મનું આવરણ (જ્ઞાનાવરણીયાદિ) રૂપી છે. રૂપીની પાછળ આત્માનું અરૂપી શુદ્ધ સ્વરૂપ સમાયેલું છે. તે અરૂપી એવા સ્વરૂપને અરૂપી એવું શુદ્ધ જ્ઞાન જાણી જોઈ શકે. આથી શુદ્ધ સ્વભાવ કેવલજ્ઞાન જ અરૂપી સ્વરૂપને સાક્ષાત્ જોઈ શકે, પણ મનઃ પર્યવ જ્ઞાન, અવધિ જ્ઞાન કે શ્રુતજ્ઞાન અરૂપીને જોવા સમર્થ ન થાય. તેમનો વિષયમાત્ર રૂપી જ છે.
જ્ઞાનમાંથી મિથ્યાત્વ (દર્શન મોહનીય) ગયું એટલે જ્ઞાન શુદ્ધ થવાનું શરૂ થાય, સર્વજ્ઞ મત મુજબ માનવાની વિચારધારા શરૂ થાય. સમ્યગ્દર્શનના પરિણામ સહિત જ્ઞાનથી આત્માને સ્વાત્માની પ્રતીતિ થાય અર્થાત્ સમ્યગદષ્ટિ “હું આત્મા છું.' તે સર્વજ્ઞ વચન પ્રમાણે સ્વીકાર કરે. જ્યારે મિથ્યાદષ્ટિ પણ આત્માનો સ્વીકાર કરે, પણ તેની માન્યતા શુદ્ધ ન હોય. તેથી આત્માવિષે તેમની માન્યતા ભિન્ન ભિન્ન હોય, કૂટસ્થ નિત્ય, કોઈ અપરિણામી કે કોઈ ક્ષણિક આત્મા અથવા આત્મા જ્ઞાનાદિ ગુણોથી શૂન્ય છે, જ્ઞાનાદિ ગુણો આત્મામાં બહારથી (પ્રકૃતિમાંથી) આવે છે વગેરે.
સમ્યગ્દષ્ટિ આત્માને આત્માના જ્ઞાનાદિ ગુણો એ જ મારા આત્માની સાથે સદા રહેનારા છે તે સિવાય બધું પર છે. તેવો સર્વજ્ઞ વચન પ્રમાણે સ્વીકાર હોય. આથી તેનું એક માત્ર સાધ્ય મોક્ષગુણની પૂર્ણતા જ હોય. જ્યારે મિથ્યાદષ્ટિની માન્યતા પૂર્ણ શુદ્ધ સર્વજ્ઞ પ્રમાણે ન હોવાથી તે અટવાય જાય.
અજીવ તત્ત્વ 183
Page #201
--------------------------------------------------------------------------
________________
ધ્યાનના બે ભેદ (૧) સાલંબન (ર) નિરાલંબન.
(૧) સાલંબન : અરિહંતાદિ કોઈ પણ પ્રશસ્ત આલંબન વડે ધ્યાન કરવું. જિનવચન, જિનપ્રતિમા, સમોવસરણ આદિ અનેક પ્રકારના આલંબનો તેમાં લઈ શકાય. સાલંબનને પકડીને જ નિરાલંધન ધ્યાનમાં જવાનું છે, જે આત્મા પોતાના રૂપથી અતિત થયા છે, વિકારથી રહિત થયા તેનું જ ધ્યાન પકડવાનું છે માટે અરિહંત પરમાત્માનું ધ્યાન સાલંબન ધ્યાનમાં મૂકયું, કારણ તેઓ રૂપમાં રહીને રૂપાતીત થયા છે. જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રૂપ પરમાત્માનું છે અને પરમાત્માના રૂપમાંથી મોહ સર્વથા દૂર થયો હોવાથી તેમના રૂપને પકડવામાં આવે તો આપણો મોહ દૂર થાય, વિકાર ન થાય. પરમાત્માનું ધ્યાન પ્રશસ્ત ધ્યાન રૂપ. અપ્રશસ્ત ધ્યાનમાંથી છૂટવા પ્રશસ્ત ધ્યાન જરૂરી. તેમાં સ્થિર થયા પછી નિરાલંબન ધ્યાનમાં જવાનું છે, તો જ આત્મગુણની અનુભૂતિ થાય. જિન-વચન (જિનાજ્ઞા) એ પ્રશસ્ત આલંબન છે.
अणुसासिओ न कुप्पिज्जा खंति सेविज पंडिए खुडेहिं सह संसग्गिं हासं कीडं च वजए ॥१-९॥
(ઉત્તરાધ્યયન-૧) જિનની આજ્ઞા એ છે કે ગુરુ વડિલાદિ હિત શિક્ષા ફરમાવતા હોય કડક અનુશાસન હિતાર્થે કરતા હોય તો શિષ્ય ક્રોધ (અપ્રીતિ) ન કરવી જોઈએ. ક્ષુદ્ર હલકા લોકો સાથે સંસર્ગ, હાસ્ય ક્રીડાદિ ન કરવા જોઈએ. જિન વચનના આલબેન પકડી વિચારે જિનની આજ્ઞા છે કે મારે ક્રોધ ન કરવો જોઈએ અને શિષ્ય સમતા સ્વભાવમાં રહે તો તે વચન આલંબન ધ્યાન છે.
(૨) નિરાલંબન : આ પ્રમાણે આલંબનના અભ્યાસ વડે જિનવચનથી પોતાના સ્વભાવનો નિર્ણય થાય કે હું સત્તાએ જિન-વીતરાગ જ છું તો મારો સ્વભાવ સદા સમતામાં જ રમવાનો છે. આમ સ્વાત્મ સ્વભાવનું આલંબન લઈ ક્રોધ ન કરે તો તે નિરાલંબન ધ્યાન થયું કહેવાય.
જિનવચનયોગ એ આલંબન ધ્યાન અને અસંગાનુષ્ઠાન એ નિરાલંબન ધ્યાન
સર્વ આલંબન યોગમાં જિન વચનરૂપ આજ્ઞા એ આત્મહિત માટે ઉત્કૃષ્ટ 184 | નવ તત્ત્વ
Page #202
--------------------------------------------------------------------------
________________
આલંબન છે. આ જિન વચનરૂપ આજ્ઞા એ ધર્મધ્યાનના પ્રથમ પાયારૂપ છે. તે શુદ્ધોપયોગરૂપ પકડીને તેને ધર્મધ્યાન આજ્ઞાવિયરૂપ પાળવામાં આવે તો તે આત્મહિતનું અવશ્ય કારણ બને. સામાયિક રૂ૫ વચનાનુષ્ઠાન વડે સમતાઆત્મ સ્વભાવમાં સ્થિર થવાનું છે. ક્રોધનું નિમિત્ત આવ્યું તમે જિનવચનરૂપ આલંબન પકડ્યું. “ન પ્પિના.”જિનાજ્ઞા ક્રોધ ન કરાય” સાધુ પોતાની ભૂલ છે કે નહીં તે વિકલ્પ ન કરે. માત્ર જિનની આજ્ઞા છે તેથી મારાથી ક્રોધ કરાય નહીં, નિર્વિકલ્પ બની સમતા સ્વભાવમાં રહે તો તેને નિર્જરા થાય. જો સમતામાં ન રહે તો નિર્જરા ન થાય અને જેટલા વિકલ્પ શુભ-અશુભ કરે તેટલા શુભાશુભ કર્મબંધ થાય. આ રીતે જિનવચનનો વારંવાર અભ્યાસ કરતા સમતા સ્વભાવમાં જયારે સહજ આવી જાય ત્યારે નિર્વિકલ્પરૂપ અસંગ અનુષ્ઠાન બને અને તે દ્વારા સ્વભાવરૂપ યોગ્યતા થવા રૂપ ઉપાદાન ખીલી ઉઠે. નિમિત્તથી ખસીને સહજ સ્વભાવમાં આવ્યો તેથી સહજ નિર્જરા એ નિરાલંબન ધ્યાન છે.
આત્મા શેયનો જ્ઞાતા છે પણ સર્વપ્રથમ શેય પોતાના આત્માને જાણી પછી બધું જાણે તો હેય-ઉપાદેયનો વિવેક આવશે. જે આત્માને સ્પર્શે તો ભવસાગર તરવા તરફ પ્રયાણ શરૂ થશે.
શેયના જ્ઞાતા થવાનું છે પણ આત્મા તો પ્રત્યક્ષ થતો નથી તો આધાર શું? સર્વજ્ઞ આત્માને પ્રત્યક્ષ જાણનારા, જોનારા અને જગતને તે જણાવતા રહે છે. તેથી તેના વચન પર જ અનન્ય શ્રદ્ધા-વિશ્વાસ રાખી જ્ઞાનમાં તે શુદ્ધસ્વરૂપના આલંબનને પકડી ચાલવાનું છે તે જ જિનવચન છે. વર્તમાનમાં અરૂપી આત્મા કર્મયોગે રૂપી, અયોગી આત્મા યોગી, અશરીરી-આત્મા શરીરી અને અતીન્દ્રિય આત્મા ઈન્દ્રિયવાળો થયો છે. આ અભેદી થયેલા આત્માનું સત્તાગત મૂળ શુદ્ધ સ્વરૂપ અને ઉદયગત અશુદ્ધ સ્વરૂપનો ભેદ પકડાવો જોઈએ. પુદ્ગલ સાથે વર્તમાનમાં અભેદભાવને પામેલાનો ભેદ કરવાનો છે અને સ્વભાવમય બનવાનું છે. ધ્યાનમાં આત્માને પોતાના સ્વભાવ અને સ્વરૂપ તથા પુદ્ગલનું સ્વભાવ, સ્વરૂપનું ભાન નહીં હોય તો આત્મા મુંઝાશે, ધ્યાન બે ધ્યાન બનશે.
आत्मतत्वानभिज्ञस्य न स्यादान्मन्यवस्थितिः। मुह्यत्यतः पृथक् कर्तु स्वरूपं देहदेहिनोः ॥२॥
| (યોગ પ્રદિપ) અજીવ તત્ત્વ | 185
Page #203
--------------------------------------------------------------------------
________________
જ્યાં સુધી સ્વાત્મા અને દેહનો જુદા રૂપે ભેદ ન પકડાય ત્યાં સુધી આત્મામાં સ્થિરતા ન થાય, કારણ હું દેહમાં કે આત્મામાં? તેવો તેને ભ્રમ થાય તેથી તે મુંઝાય. આથી ભેદજ્ઞાન કરવું જરૂરી. તે ભેદજ્ઞાન દ્રવ્ય, ગુણ અને પર્યાયની ત્રિપદીથી થાય તો જ્ઞાન નિઃશક બને યથાર્થ નિર્ણય થાય. “હું આત્મ દ્રવ્ય છું. તેમાં જ્ઞાનાદિ અનંતગુણો રહેલા છે, પણ કર્મ સંબંધે હું શરીરાદિ અશુદ્ધ જુદી જુદી પર્યાય અવસ્થાને પામીને ભમી રહ્યો છું. મારે આ ભ્રમણ ટાળવું છે,” એવું ભેદજ્ઞાન થાય તો કર્મકૃત પર પર્યાય અવસ્થાથી આત્માને પર માનીને તેનાથી છૂટવું જરૂરી અને તે માટે આત્માને જ્ઞાનાદિ ગુણમય અભેદ ભાવે થવું જરૂરી, તો જ ધૃવરૂપ સ્થિર સ્વભાવને પામીશ અને અનાદિના ચારગતિ ભ્રમણનો અંત આણી પંચમી સિદ્ધ ગતિને સદા માટે પામીશ. સંયોગ વિયોગ બન્ને પુગલ અવસ્થા નાશવંત છે. બન્નેમાં આત્માએ પોતાની સ્વભાવ દશામાં રહેવાનું છે. સંયોગને માત્ર ય રૂપે ન જાણે તો મોહની પુષ્ટિ થશે. જ્ઞાતા બની દષ્ટા બનવાનું છે, તેમ નહીં બને તો અનુકૂળ સંયોગ અવસ્થા સ્વીકારી સંયોગમાં આદરનો અને વિયોગમાં અપ્રીતિનો મોહ પરિણામ થશે. આ રીતે ભવ બંધનરૂપ આત્માની વિભાવ દશા ચાલ્યા કરશે. ભવબંધનરૂપ પરના ભોક્તા બન્યા તો આશ્રવ અવસ્થા (સંસારરૂપ) પ્રાપ્ત થાય તે ટાળવા સ્વભાવદશામાં જવું જરૂરી, તે માટે સ્વ-પરનું ભેદજ્ઞાન જરૂરી.
આત્માસ્વરૂપે-સ્વભાવે નિર્લેપ છે પણ મોહના કારણે લેવાય છે. તેવું ભેદજ્ઞાન નહીં થાય ત્યાં સુધી સંયોગોથી મૂકત થવાનો પ્રયત્ન નહીં કરે. જો આત્મા નિર્લેપ દશાની રુચિ કરી સ્વભાવમાં રહેવાના લક્ષવાળો બને તો જ્ઞાનાવરણીય સાથે દર્શન મોહનીયનો ક્ષયોપશમ થાય.
આત્માની શુદ્ધિ થઈ અને વિકાસ થઈ રહ્યો છે તે કેમ ખબર પડેઃ
આત્મજ્ઞાન જેમ શુદ્ધ થાય તેમ તે ધ્યાનરૂપ થાય. સ્વમાં વધુમાં વધુ સ્થિર થતો જાય, અને પરથી ખસતો જાય, વિમુખ થતો જાય.
સબમેં હૈં ઔર સલમેંનાહીં, નટરૂપ તું અકેલો સ્વભાવે વિભાવે રમતો તું ગુરુઅરુd ચેલો
(પૂ. મો. યશોવિજયજી મ.સા.) ઔચિત્ય વ્યવહાર જ્યાં જેટલો જરૂર તેટલો કરે, આ આત્મજ્ઞાનનું ફળ છે.
186 | નવ તત્ત્વ
Page #204
--------------------------------------------------------------------------
________________
સમર્પણ હોય ત્યાં હું' ન હોય, 'હું' હોય ત્યાં સમર્પણ ન હોય.
The most short & most difficult 9.
Page #205
--------------------------------------------------------------------------
________________
શું આપણને સ્વમાં રહેવાનો રસ જાગ્યો છે? બધું જાણીને હજી પરમાં જ વસવાનો રસ હોય તો જાણેલ ફકત જાણકારી જ છે, જ્ઞાન હજુ પરિણામ પામેલું નથી તેથી
જીવ કર્મ સત્તાની ચુંગાલમાં ફસાઈ જાય. હવે કર્મકાળને ભેદી સ્વાત્માના ગુણોમાં રમવાનો પ્રયત્ન કરવાનો છે તે માટે ભેદ જ્ઞાન જરૂરી. • આભાર્થી માટે મોક્ષમાર્ગ સરળ:
આત્માર્થી દરેક અનુષ્ઠાનમાં લક્ષબિંદુ સ્વાત્માને કેન્દ્રમાં રાખી અનુષ્ઠાન કરે પણ પર માટે નહીં, અને સ્વાત્મામાં રસ જાગશે તો તેને સ્વાત્મામાં બહુમાન પ્રગટ થશે, તેથી સ્વ શ્લાઘા નહીં કરે. પરની કુથલી, પરકથા સાંભળવામાં તે નિરસ બનશે, તેથી ખોટા માણસોનો સંગ છૂટશે અને કલ્યાણમિત્રો સાથે જ સંબંધ બંધાશે. માટે તેનો મોક્ષ માર્ગ સરળ બનશે.
સાધુ જીવનમાં ભણવાનો કે ભણાવવાનો રસ કયાંક ઘણો જોવા મળે પણ જ્ઞાન આત્મામાં પરિણમાવવાનો લક્ષ કેટલો? જો જ્ઞાનને આત્મામાં પરિણમાવવાના લક્ષપૂર્વક જાણે કે જણાવે તો જ્ઞાનની નિર્મળતાથી ચિત્ત સમાધિ અને સમતા. સ્વભાવની શુદ્ધિ-વૃદ્ધિ થયા કરે, મોહની આધીનતા હટયા કરે.
સર્વાની આજ્ઞાયોગની જરૂર શા માટે ?
છદ્મસ્થ જીવો સર્વજ્ઞ પ્રભુની પૂર્ણ આશા પ્રમાણે વર્તતા નથી તેથી તેને પૂર્ણ સ્વભાવમાં લાવવા માટે આજ્ઞાયોગ છે. સહજ ભાવે આજ્ઞાયોગમાં પ્રર્વતવું જોઈએ કારણ એ જ આત્માનું હિત છે. વીર પરમાત્માએ જગતના જીવોના હિત માટે જ પ્રવચન રૂપ તીર્થ પ્રર્વતાવ્યું છે.
आचारशास्त्रं सुविनिश्चितं यथा जगादवीरो जगते हिताय. આચારાંગ શાસ્ત્રના આરંભમાં જ ટીકાકાર મહર્ષિ શ્રીશીલાંકાચાર્ય ફરમાવે છે કે વીર પરમાત્માએ જગતના હિત માટે આચાર શાસ્ત્રની સૌ પ્રથમ પ્રરૂપણા કરી. જગતના જીવોમાં જે ભવ્ય જીવોને વર્તમાનમાં આત્મહિતને સાધી લેવાની યોગ્યતા પ્રગટી છે એવા આસન્ન ભવ્ય જીવોને ઉદ્દેશીને પ્રભુ તીર્થ પ્રર્વતાવે છે અર્થાત્ પ્રવચન ફરમાવે છે.
તીર્થ કેવું છેઃ ‘તિજ્ઞાણ, તારયાણં' “તરે તે તીર્થ, તીર્થ સદા તરવાના સ્વભાવવાળું હોય. ‘તારે તે તીર્થ- જે તરવાને યોગ્ય હોય અને તરવાની રુચિ અને તરવાનો 188 નવ તત્ત્વ
Page #206
--------------------------------------------------------------------------
________________
પુરુષાર્થ કરનાર હોય તેને તરવામાં સહાયક થાય. આવું જંગમ અને સ્થાવર તીર્થ આપણાં પરમ પુણ્યના ઉદયે પ્રાપ્ત થયું છે. અનંતા ભવ ભ્રમણને ટાળવા માટે મોંઘેરો માનવભવ લાધી ગયો છે તો હે જીવ! તું સમય માત્ર પ્રમાદ ન કર – સમર્થ રોયમ મા પમાયણ સદાય તારા શુદ્ધોપયોગમાં વર્તવાના પ્રધાન પુરુષાર્થ વડે, સહજ સ્વભાવમાં રમમાણ કરવા વડે, મનુષ્ય ભવ સફળ કર. જયારે પણ તારા સ્વભાવમાં ન વર્તે ત્યારે પશ્ચાતાપરૂપી અગ્નિમાં પાપનું પક્ષાલન કરવા વડે આત્માને પવિત્ર કરવાનું ભૂલાય નહીં તો જ તે મોક્ષ માર્ગમાં આગળ વધતો રહીશ અને અંતે પરમાનંદની પૂર્ણ સંપત્તિરૂપ તારી શુદ્ધ સિદ્ધાવસ્થાને પામીશ.
આત્માનું પ્રધાન કર્તવ્ય શું?
પ.પૂ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં અતિ દુર્લભ મનુષ્ય ભવમાં કર્તવ્ય કરવાની વાત કરતા ફરમાવે છે કે દરેક ભવમાં આત્મા કર્તવ્ય તો કરતો જ આવ્યો છે પરંતુ કર્તવ્ય એવું કરવું જોઈએ કે કર્તવ્ય કર્યા પછી કંઈ પણ કરવા જેવું બાકી રહે નહીં, અર્થાત્ સિદ્ધ સ્વરૂપી’ બની જાય. આત્મહિતની પૂર્ણતા જેણે કરી લીધી તેનું પૂર્ણ કર્તવ્ય થઈ ગયું. બાકી તે સિવાય ગમે તેટલા કર્તવ્યો કર્યા કરે અને નવા કર્તવ્યો ઉભા કરતો જાય, તો શું કામનું? આત્માની સ્વભાવ અને સ્વરૂપ પૂર્ણતારૂપ સિદ્ધાવસ્થા પ્રગટ કરવારૂપ કર્તવ્ય જ્યાં સુધી પૂર્ણ ના કરે ત્યાં સુધી અનેકવિધ કર્તવ્યો કરવા છતાં તે કદી પૂર્ણ થવાના નથી. મોટા ભાગના આત્માની અજ્ઞાનતાવાળા જીવોને સંસારમાં બધા કર્તવ્યો કરવાનું સુઝે, પણ આત્માની પૂર્ણતા માત્ર મનુષ્ય ભવમાં જ શકય છે તો તે હું પ્રથમ કરું તેવો ભાવ નહીં આવે. બહુ વિરલ વ્યકિતને જ આ કર્તવ્ય પ્રધાન લાગશે.
આવશ્યક એ જ આત્માનું પરમ કર્તવ્ય: આત્માની પૂર્ણતારૂપ કર્તવ્યને સર્વજ્ઞ પરમાત્માએ ‘આવશ્યક સ્વરૂપે કહ્યું છે. આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય કાર્ય.
आवस्सयं अवस्स करणिजं ध्रुव निग्गहो, विसोही या સર્વવ્યાપી આત્માને નિગ્રહ (અટકાવવો), સવિનયોગ વિરતિ રૂપ અર્થાત્ પ્રતિજ્ઞા પૂર્વક આત્માના સ્વભાવ વિરુદ્ધ સર્વ પાપ વ્યવહારથી આત્માને અટકાવવો અને તપ પશ્ચાતાપાદિથીથી શુદ્ધ કરવો અર્થાત્ ગાવાસાયતિ.
અજીવ તત્વ | 189
Page #207
--------------------------------------------------------------------------
________________
આત્માને તેના જ્ઞાનાદિગુણની પૂર્ણતાથી વાસિત કરવો, આત્મામાં રમણતા કરવી તે આવશ્યક છે અને તે આવશ્યક માટે જજિનાજ્ઞા છે. જિનાજ્ઞા અને આવશ્યક ભિન્ન નથી. જિનની સર્વ આશા જીવની પૂર્ણતા પ્રગટાવવા માટે જ છે. જિનાજ્ઞા શું:
પરમાત્માની આજ્ઞા બે રૂપે - વ્યવહાર અને નિશ્ચય, વિધાન અને નિષેધ. મન્નર નિબળાઇમi = તું જિનની આજ્ઞા માન - સ્વીકાર. વ્યવહારથી આજ્ઞા - પરમતત્ત્વરૂપ જીવાદિ નવ તત્ત્વનો પરિચય કરી તારા આત્માને તું સ્વીકાર કર. કારણ અનાદિથી શરીરને આત્મા તરીકે સ્વીકાર કરેલો છે એનો હવે ત્યાગ કર, અર્થાત્ હું શરીર નથી પણ શરીરમાં પૂરાયેલો સિદ્ધસ્વરૂપી આત્મા છું. તેનો સ્વીકાર કર અર્થાત્ ખોટી માન્યતા રૂપ મિથ્યાત્વનો ત્યાગ કરી સર્વજ્ઞ કથિત માન્યતા રૂપ સમકિતનો સ્વીકાર કર.
નિશ્ચયથી આજ્ઞા – આ=આત્મા, જ્ઞા=જ્ઞાતા, (ગા=સમક્તાત્ ા જ્ઞાયતે તાનિ ના સા) જિનાજ્ઞા = જિન = રાગદ્વેષને છોડીને આત્માએ પરિપૂર્ણ સર્વ શેયના તત્ત્વરૂપે જ્ઞાતા થવું તે આજ્ઞા અર્થાત્ આત્માનો તે જ સ્વભાવ છે. સર્વજોયને પરિપૂર્ણ (દ્રવ્ય-ગુણ -પર્યાયથી) રૂપે જાણવું અને આત્માના પૂર્ણ આનંદને ભોગવવું અર્થાત્ આત્મા શેયનો જ્ઞાતા અને આનંદનો ભોકતા છે.
જ્ઞાનાનંદે પૂરણપાવનો વર્જિત સકલ ઉપાધિ. વિધાન - આત્માએ સ્વગુણોમાં રમણતા કરવી તે આવશ્યક રૂપ વિધાન છે.
નિષેધ - સ્વભાવની વિરુદ્ધ ન કરવા રૂપ જે પાપ પ્રવૃત્તિ તેનો નિષેધ. તે જ અનાવશ્યક
જિનેશ્વર પરમાત્માની બધી આજ્ઞાઓ વિધાન અને નિષેધમાં સમાઈ જાય. આત્માસત્તાએ આવશ્યકરૂપ છે છતાં અનાદિથી જિનાજ્ઞાની વિરુદ્ધ કરતો આવ્યો છે. તેથી પ્રથમ નિષેધ પછી વિધાન “સિદ્ધvi , શિવાળમરને ઉમ” આથી પ્રતિક્રમણ આવશ્યકમાં જિને જે નિષેધ કર્યું તેનું આચરણ કર્યું - અને જિનની આજ્ઞાનાવિધાનરૂપ જે ન કર્યું તેના પ્રતિક્રમણ રૂપે આવશ્યક આવ્યું. આથી જીવે નિષેધરૂપે વિભાવરૂપે ન વર્તવું અને જિનાજ્ઞા વિધાનરૂપે આત્માના સ્વભાવરૂપે વર્તવું. 190 | નવ તત્ત્વ
Page #208
--------------------------------------------------------------------------
________________
આથી જિનાજ્ઞા - જિનવચન “સૂત્રરૂપે છે. સૂત્રનું પણ કાર્યઆત્માના આવશ્યક અર્થને સૂચવે તે સૂત્ર. અર્થસ્ય સૂચનાત્ સૂત્રમ્. જે આત્માના અર્થને સૂચવે તે સૂત્ર.
આથી સર્વજ્ઞ પરમાત્મા કેવલજ્ઞાનમાં પ્રકાશિત અર્થ - ભાષાવર્ગણા જે શબ્દરૂપે પ્રગટ કરે – પ્રરૂપે તે સર્વજ્ઞ વચનરૂપ સૂત્ર એ શ્રુતજ્ઞાન છે.
“આત્મ-આગમ’ જિનના વચન તે આત્માગમ અને તે જ શબ્દ વર્ગણા - વચનને ગણધરો સૂત્રરૂપે ગુંથે તે અન્તરાગમ અને તે જ તેમના શિષ્ય-પ્રશિષ્ય વડે આપણા સુધી આવ્યું તે પરંપરાગમ. આત્માગમ, અન્તરાગમ અને પરંપરાગમ રૂપ સર્વજ્ઞ વચનની ચર્તુવિધ સંઘે આત્મહિતાર્થે આરાધના કરવાની છે.
સર્વજ્ઞ ભગવંત શેનો પ્રકાશ કરે :
કેવલજ્ઞાનમાં જે વસ્તુઓનો પ્રકાશ થાય તે પ્રકાશિત કરે. તીર્થકર કેવલી નિયમા પ્રરૂપણા કરે. બીજા કેવલી કરે કે ન કરે. તીર્થકર નામ કર્મના ઉદયે ભવ્ય જીવોના હિતના કારણરૂપ જે ઉચિત હોય તે જ તીર્થકરના મુખારવિંદમાંથી પ્રકાશિત થાય. આથી જિનની વાણી – આજ્ઞા જે સ્વીકારી પાલન કરે તે જિન થાય. આથી જિનની આજ્ઞા-વચન જીવને જિન કરવાના સ્વભાવવાળી છે.
જિગાણું જાવયાણં સ્વયં જિન થયા છે અને યોગ્યને જિન થવામાં સહાયક છે. કેવલજ્ઞાન ગુણ કોનો? આત્માનો કે પરમાત્માનો?:
કેવલજ્ઞાન આત્માનો ગુણ (સ્વભાવ) છે. તે જ્યારે સત્તામાં હોય ત્યારે આત્મા કહેવાય. આત્મા એટલે અતિ સતત છતિ વાપર્યાયામ્ પોતાના સત્તાગત જ્ઞાનાદિ ગુણ તરફ જે જીવ ગતિ કરે છે અને જયારે તે કેવલજ્ઞાન પૂર્ણ થાય ત્યારે તે કેવલી પરમાત્મા. સર્વ પર ભાવોથી નિવૃત્ત થઈ જે પોતાના સત્તાગત ભાવ જ્ઞાન ગુણને પૂર્ણ થયા તે કેવલી પરમાત્મા. કેવલજ્ઞાન સ્વભાવરૂપ ને પૂર્વે વીતરાગ
સ્વભાવ પ્રગટાવવો જરૂરી અને તે સામાયિક રૂપ - માયા સામા આત્મા નિશ્ચયથી સામાયિક સ્વભાવ રૂપ જ છે. જાણ ચારિત્ર તે આત્મા નિજ સ્વભાવમાં રમતો રે. “સામાયિક એ મુખ્ય આવશ્યક છે. છ એ આવશ્યક સામાયિકમાં સમાય જાય છે. સામાયિક આવશ્યકનું ફળ સર્વજ્ઞ – કેવલજ્ઞાન આવશ્યક છે. કેવલીને સામાયિકાદિ કોઈ આવશ્યક નહીં. શા માટે? કેવલી નિશ્ચય આવશ્યક રૂપ ક્ષાયિક (યથાખ્યાત - ચારિત્ર) રૂ૫ સામાયિકમાં આવી ગયા છે અર્થાત્ સમતા સ્વભાવ રૂપ
અજીવ તત્ત્વ | 191
Page #209
--------------------------------------------------------------------------
________________
વીતરાગતા પ્રગટ થઈ ગઈ. જે આત્માનું આવશ્યક હતું તે પૂર્ણ પ્રગટ થઈ ગયું માટે તેમને સામાયિક નહીં.
સર્વજોયના પૂર્ણ જ્ઞાતા બનવા રૂપજિનની આજ્ઞા પાળવાની હતી તે કેવલજ્ઞાનથી પૂર્ણ થઈ તેથી તેમને સ્વાધ્યાયરૂપ શ્રત જ્ઞાન ભણવા રૂપ વ્યવહાર આવશ્યક (આજ્ઞા પાળવાની જરૂર નહીં. તે સદા માટે સર્વ શેયના જ્ઞાતા છે. છદ્મસ્થ જીવોને સ્વભાવની પૂર્ણતારૂપ નિશ્ચય આવશ્યક પ્રગટ ન થાય ત્યાં સુધી તેને પ્રગટાવવાના કારણ રૂપ વ્યવહાર આજ્ઞારૂપ સામાયિકાદિ આવશ્યક જરૂરી.
જમીનમાં પાણી જયાં સુધી ન નીકળે ત્યાં સુધી ખોદવું પડે. પાણી પૂરતા પ્રમાણમાં પ્રગટ થઈ જાય પછી ખોદવાનું બંધ થઈ જાય છે. પણ પાણી જમીનમાં કયાં હશે તેનું અનુમાન કરવું પડે, તે માટે તેના નિષ્ણાતો પાસે તેનો નિર્ણય કરવો પડે પછી તેના સૂચન મુજબ ત્યાં જ જમીન ખોદવી પડે અર્થાત્ પાણી પ્રગટ થવામાં જે માટી, પત્થરાદિ જે અંતરાયભૂત હોય તે દૂર કરવા પડે તેમ સર્વજ્ઞ વચન વડે કેવલજ્ઞાન સત્તામાં છે તે નિર્ણય થાય અને તેના અવરોધક કર્મ-કષાયાદિને સર્વ વચને દૂર કરવાનો પ્રયત્ન થાય તો કેવલજ્ઞાનરૂપી પાણી પ્રગટ થાય.
આવી આત્માની શુદ્ધ-અશુદ્ધ અવસ્થાના જ્ઞાન માટે ભેદ જ્ઞાન જરૂરી. જયાં સુધી આત્માના અસ્તિત્વની પ્રતીતિ ન થાય ત્યાં સુધી સ્વ સ્વભાવમાં દઢતા નહીં આવે.
અન્ય દર્શનોમાં મિથ્યાત્વને અવિદ્યા કહ્યું છે, તે હશે ત્યાં સુધી સર્વ સત્યરૂપ સર્વજ્ઞ વચન પર શ્રદ્ધા-પ્રતીતિ ન થાય ત્યાં સુધી ગમે તેટલું જ્ઞાન તે અજ્ઞાન સ્વરૂપ. સ્વાત્માની પ્રતીતિ ન કરાવે. સ્વાત્માની પ્રતીતિ-રુચિ વિના સર્વ ક્રિયાદિ યોગ નિષ્ફળ.
આત્મજ્ઞાન નહીં જયાં સુધી ફોગટકિયા કલાપ, ભટકો ત્રણે લોકમાં, શિવ સુખ લહન આપ.
(યોગીન્દ્રદેવ કૃત પ્રાકૃત પં. નરશુરામ) જિનાજ્ઞાનું ફળ શું?
સર્વજ્ઞ પરમાત્માની સમગ્ર આજ્ઞાઓ અવ્યાબાધ ગુણને પ્રગટ કરવા માટે છે. જિનાજ્ઞા યોગનું અંતિમ લક્ષ્ય “સવ્વ જીવા ન સંતવ્યા.” કોઈ જીવ પીડા ન પામે. 192 | નવ તત્ત્વ
Page #210
--------------------------------------------------------------------------
________________
કોઈ જીવ પીડા આપવા યોગ્ય નથી કારણ જીવનું સ્વરૂપ છે કે જીવ કોઈથી પીડા પામે નહીં અને કોઈને પીડા આપે નહીં. સર્વ જીવોમાં સત્તાએ સિદ્ધપણું રહેલું છે, તેથી સર્વ જીવો સાથે મૈત્રીભાવ કેળવવાનો છે. આત્મવત્ સર્વભૂતેષુ. જેમ પોતાને દુઃખ ગમતું નથી તો પોતાની જેમ સર્વ જીવને જાણી સ્વ-કે સર્વ કોઈને દુઃખ ન આપો, નિમિત્ત ન બનો એ જિનાજ્ઞાનું ફળ છે.
દરેક અનુષ્ઠાનમાં ‘ઈરિયાવહી' શા માટે : જે જે જીવોને પીડા આપી હોય તેનું ‘
મિચ્છા મિ દુક્કડ' દીધા વિના ચિત્ત સમાધિની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી અનુષ્ઠાન શુદ્ધ ન થાય- ધ્યાન રૂપ ન બને. આથી ‘ઈરયાવહી સૂત્ર જીવ મૈત્રીનું - આત્માશુદ્ધિ માટેનું પરમ સૂત્ર છે.
વીતરાગ પરમાત્માની નાની પણ આજ્ઞાનું વિશુદ્ધ પાલન પણ કેવલજ્ઞાન સુધી પહોંચાડે. મૃગાવતી સાધ્વીને ગુરુણીના ઠપકા પર ઘોર પશ્ચાતાપ થયો મારા તરફથી ગુરુણીને પીડા અપાઈ – અંતરથી “
મિચ્છામિ દુક્કર્ડ આપતા કેવલજ્ઞાન પ્રગટ થયું. સર્વજ્ઞ કથિત સૂત્ર આજ્ઞા રૂપ અને તેમાં પૂર્ણતા સમાયેલી છે, સ્યાદ્વાદ તત્ત્વથી ભરેલી છે તેથી આત્માના પૂર્ણ સ્વભાવને પ્રગટાવવા સમર્થ છે.
વિરતિયોગનું મહત્વ પાપથી વિરામ અર્થાત્ ભાવ પ્રાણોની રક્ષા કરવા રૂપે કષાય ભાવથી અટકવા માટે છે. માત્ર દ્રવ્ય પ્રાણોની રક્ષાથી વિરતી સફળ ન થાય.
માત્ર બાહ્ય પંચાચારનું પાલન તત્ત્વને સમજયા વિના કરે તો કષાયની પુષ્ટિ કરનારા થાય. જેમ કેરીના રસનો ત્યાગ કર્યો પણ રસની આસકિત ન છૂટી તો કેરીને બદલે મોસંબી, શેરડી આદિ બીજા રસને આસક્તિ પૂર્વક ભોગવશે. ત્યાગ આસક્તિ તોડી રાગ બચવા માટે નહીં થાય તો તે પુદ્ગલ ભાવમાં અટવાઈ જશે.
જીવ અને પુદ્ગલ બંનેનું પોતપોતાના સ્વભાવ પ્રમાણે પરિણમન જુદી જુદી રીતે થાય છે. માટે પ્રથમ તે બંનેના સ્વભાવ અને સ્વરૂપને જાણવા પડશે. પુદ્ગલ દ્રવ્ય વર્ણ – ગંધ – રસ – સ્પર્શ અને શબ્દ રૂપે પરિણમે છે જે અનિત્ય છે, અને જીવ દ્રવ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વિર્ય રૂપ પાંચ ગુણો રૂપે પરિણમન પામે છે. જે શાશ્વતા છે અને સદાય આત્મા સાથે રહેનારા છે.
જીવ-પુદ્ગલ બંને પરિણામી હોવાથી જીવ પોતાના સ્વભાવમાં ન રહે તો પુદ્ગલ ભાવમાં પરિણમી જાય છે અને સ્વ સ્વભાવનું વિસ્મરણ થાય છે. માટે હું
અજીવ તત્ત્વ | 193
Page #211
--------------------------------------------------------------------------
________________
આત્મા છું એનું અસ્તિત્વ સતત આત્મામાં દઢ રહેવું જોઈએ. તે માટે પુદ્ગલ અને આત્માના સ્વભાવનું ભેદજ્ઞાન કરવું ઘટે. તે થાય પછી જે હય, જે અહિતકારક છે. એવા પુદ્ગલ દ્રવ્યનો જરૂર પૂરતો ઉપયોગ કરવો અને આત્માના જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ કરવી જોઈએ અર્થાત્ આત્મવીર્યને પરમાંથી ખસેડી “સ્વ'માં સ્થાપન કરવું. ૨. અપાય વિચય:
___ रागद्वेषकषायादि पीडितानां जनुष्मताम् ऐहिकामुष्मिकाँस्ताँस्तान् नानाऽपायान् विचिन्तयेत् ॥३७॥
(૧૬-અધ્યાત્મસાર) રાગ-દ્વેષ કષાય (મોહ) વશ પીડા પામેલા જીવોના ઐહિક આલોક સંબંધી ઈષ્ટ સંયોગ અને પરલોક સંબંધી વિવિધ દુઃખોને જીવ કઈ રીતે પામે છે તેની વિચારણા કરવી તે અપાય વિચય છે.
અપાય એટલે અનર્થ જેનાથી આત્માનું અહિત થાય છે. અર્થાત્ આત્માનું અહિત કોના વડે થાય? અને કઈ રીતે થાય તે સંબંધી વિચારણા કરવી. આત્માનું અહિત બે રીતે થાય પરના (પુદ્ગલ-કર્મ-કાયા)ના સંયોગથી અને મોહની આધીનતા (ષાય)થી થાય. સિદ્ધમાં આત્મા આ બે સંયોગથી સર્વથા સદા માટે મુક્ત છે. આથી ત્યાં કોઈ આત્માને અનર્થ નથી તેથી તેને શિવ (રોગ-ઉપદ્રવ પીડાથી રહિત) કહેવાય. સિદ્ધમાં આત્મા પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. કારણ મોહ કર્મ નથી. જ્યાં સુધી મોહને આધીન આત્મા ત્યાં સુધી પોતાના સ્વભાવ પ્રમાણે વર્તી શકે નહીં. મોહની બે અવસ્થા તેમાં મુખ્ય દર્શન મોહ. આત્માની દષ્ટિ જ્ઞાન-સમજણ વિપર્યાસ કરી આત્માની સમજણ ઊંઘી કરે. આત્માને જ્યાં પીડા મળે ત્યાં સુખ બુદ્ધિ ઊભી કરે. અનુકૂળ પુદ્ગલ સંયોગમાં સુખ બુદ્ધિ ઊભી કરે. આથી આત્મા સુખની લાલચે અનુકૂળ સંયોગના મનોરથોવાળો-પ્રયત્નવાળો થઈ આર્તધ્યાનને વશ થઈ માનસિક પીડા ભોગવે અને પુન્યના ઉદયે અનુકૂળતા મળી જાય તો તેમાં બીજા ચારિત્રમોહના ઉદયમાં પુદ્ગલ સંયોગમાં સુખ ભોગવી (અનુભવી) રહ્યાનો અભ્યાસ કરાવે તેથી જીવતેમાં પોતાને સુખ પ્રાપ્તિની અનુભૂતિ થઈ રહ્યાનો આનંદ સમજી તેની અનુમોદના દ્વારા આત્માને ભાવિમાં વિશેષ અનર્થ પ્રાપ્ત થાય તેવા કર્મનો બંધ કરે.
194 | નવ તત્ત્વ
Page #212
--------------------------------------------------------------------------
________________
આર્તધ્યાન એ અપાય રૂપ છે. આત્માનું અહિત અનર્થરૂપ:
પોતાના આત્મામાં (ગુણોમાં) સ્થિર થવું તે સિવાય બીજું કંઈ ન ઈચ્છવું તે ધર્મધ્યાન. એ સિવાય પર ઈચ્છવું તે આર્તધ્યાન. જીવ ધર્મધ્યાનમાં સ્થિર ન થાય તો નિમિત્તો મળતા મોહના ઉદયને આધીન થઈ, બીજાની સતત ઈચ્છાઈષ્ટ સંયોગરૂપ અને અનિષ્ટના વિયોગરૂપ જે અભિલાષા-ભાવ થવો, બીજા સાથે (પુદ્ગલ સાથે) રહેવાનો – રમવાનો ભોગવવાનો ભાવ તે આર્તધ્યાન રૂપ. આત્મા માટે અપાય. જ્યારથી પરની ઈચ્છા કરી ત્યારથી મોહના ઉદય રૂપ જીવને ભાવપીડા - તેથી તે આર્ત (પીડા) ધ્યાન છે. તેથી જીવને આસાતા વેદનીય કર્મનો બંધ અને કષાય ભાવનો સતત બંધ ચાલ્યા કરે.
માનેલા ઈંદ્રિયોના અનુકૂળ વિષયો, સુખ, સગવડો માટે તથા બધા જ પ્રકારના ઈષ્ટ સંયોગો માટે હિંસાદિ મહાપાપો કરવાની તૈયારી. માયા કરીને તેમાંથી આબાદ બચી જાય, તે માટે જૂઠું બોલવું, માયાદિ કરવું વગેરે પાપમય હિંસક ભાવોને પોષવા રૂપ જે ભાવ તે રોદ્ર ધ્યાન. આ આત્માના વિભાવરૂપ ધ્યાન છે – તે આત્મા માટે અપાયરૂપ છે અને તેમાં મોહની પરાધીનતા પ્રધાન છે આથી તેના સ્વરૂપની વિચારણા કરવા વડે મોહભાવથી અટકવા સંબંધી જે વિચાર તે અપાય વિચય ધ્યાન.
સમાધિ મરણની ભાવના એ પ્રશસ્તભાવ:
ઈષ્ટસંયોગરૂપ આર્તધ્યાન એ સંસારયોગરૂપ અભિલાષ અને ઈષ્ટસંયોગની પ્રાપ્તિ, માટે ગમે તેવા હિંસાદિ પાપ કરવારૂપ અભિલાષ થાય તે રૌદ્રધ્યાન રૂપ અનુબંધ સંસારયોગ અભિલાષ છે. જ્યારે સમક્તિની હાજરી હોય ત્યારે મોક્ષઅભિલાષ ઈષ્ટસંયોગ પણ છૂટી જાઓ અને સંયોગ ન થાઓ નો ભાવ હોય. જન્મ સંયોગ-મરણ વિયોગ. બન્ને સંસાર ઈચ્છવા યોગ્ય નથી. વિયોગમાં સદા સંયોગો ને સર્વ ઈચ્છાઓનો ત્યાગ નથી પણ સંયોગની અપેક્ષા પડેલી છે. તેથી સંયોગવિયોગના સદા અભાવરૂપ નિર્વાણ જ ઈચ્છવા યોગ્ય, આરાધવા યોગ્ય છે. આર્તરૌદ્ર ધ્યાન એ સંયોગરૂપ જે ભાવ સંસાર રૂપ તે આત્મા માટે અપાય - અનર્થ. સ્વ સ્વભાવના નાશરૂપ છે તેથી તેની ઈચ્છા કરવી યોગ્ય નથી. સમાધી મરણ પણ પ્રશસ્ત ભાવરૂપ છે. તેમાં પણ સર્વ ત્યાગ નથી, સર્વથા મરણથી છૂટવા રૂપ નથી પણ અસમાધિથી બચવા રૂપ છે. છતાં આત્મહિત કરવા જયાં આત્મહિત કરવા ફરી નિર્વાણમાર્ગની સાધનાના યોગ વડે (મોક્ષ)ની પ્રાપ્તિનો પ્રશસ્ત ભાવ છે.
અજીવ તત્વ | 195
Page #213
--------------------------------------------------------------------------
________________
૩. વિપાક વિચય:
ध्यायेत् कर्मविपाकं च, तं तं योगाऽनुभावजम् प्रकृत्यादिचर्तुभेदं, शुभाऽशुभविभागतः ॥३८॥
'
(૧૬-અધ્યાત્મ સાર) કર્મબંધના ચાર કારણો-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, તે નિમિત્તે ચાર પ્રકારના થતા બંધ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશરૂપ અને તેથી પ્રાપ્ત થતા શુભાશુભ ફળની વિચારણા કરવી. વિપાક એટલે વિપરિત (પાક) ફળ.
વીર પરમાત્માના આત્માને ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં કરેલા કર્મના વિપાકને ભોગવવા ૭મી નરકમાં જવું પડયુંઃ
આત્મા પોતાના સ્વભાવ પ્રમાણે જ્યારે વર્તતો નથી ત્યારે કર્મપ્રકૃતિ-કર્મના સ્વભાવે આત્માના જ્ઞાનાદિની વિરુદ્ધ સ્વભાવથી જ્ઞાનાવરણીય જ્ઞાનાદિ ગુણોને રોકનાર એવા કર્મનો બંધ પડે. જેના કારણે તે તે સ્વભાવ પ્રમાણે વર્તન શકે. પણ તેના ઉદયે અજ્ઞાનતાદિ વિભાવરૂપી કર્મના ફળની પ્રાપ્તિ થાય. કર્મ બાંધતી વખતે જેટલો કષાયરસ તીવ્ર, તેટલી કર્મની સ્થિતિ દીર્ઘ અને ફળ પણ તીવ્ર ભોગવવું પડે. જેમ વીર પરમાત્માએ ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં શય્યાપાલકનાં કાનમાં ગરમા ગરમ શીશું રેડ્યુ તે વખતે તીવ્ર મિથ્યાત્વનો ઉદય, સાથે સંઘયણબળ પણ મજબૂત, સાથે રાજસત્તાદિ બધી અનુકૂળ સામગ્રી જેથી કષાયરસની અતિ તીવ્રતા સાથે તે કર્મ બંધાણું જેનો ઉદય છેલ્લા ભવમાં તીર્થકર અવસ્થામાં આવ્યો. જન્મતા મેરુને ડોલાવનાર પરમાત્માને કાનમાં ખીલા ઠોકાતા વખતે ભયંકર વેદના અને કાઢતી વખતે તેના કરતા પણ તીવ્ર વેદના થવાથી ચીસ પડી ગઈ. પણ નંદનઋષીના ભવમાં ૧૧ લાખ ૮૦ હજાર ૬૪૫ માસક્ષમણ તપની જે સંવેગપૂર્વક શુદ્ધ આરાધના કરી તેના બળે નિકાચિત કર્મનો રસ તોડી નાખેલ, તેથી નવું કર્મ ન બંધાયું. જ્યારે વાસુદેવના ભવમાં બીજા પણ જે વિભાવ દશામાં ઘોર હિંસાદિ પાપ કર્યા તેના ફળ રૂપે તેમને ૭મી નરકમાં જવું પડ્યું, છતાં તે કર્મોનો પૂર્ણ વિપાક ભોગવાયો નહીં બાકી રહી ગયું તેથી નરકમાંથી સિંહના ભવમાં અને ત્યાંથી પાછા ૪થી નરકમાં કર્મના વિપાક ભોગવવા જવું પડ્યું. તીર્થકરના આત્માઓને પણ કર્મના વિપાક અવશ્ય ભોગવવા પડે તો બીજા આત્માનું શું થાય? 196 | નવ તત્વ
Page #214
--------------------------------------------------------------------------
________________
જીવે વિભાવ દશામાં બાંધેલું કર્મ ઉદયમાં આવે ત્યારે જો મિથ્યાત્વનો અનુબંધ ન તૂટ્યો હોય તો વિપાક વિપરીત સ્વભાવ રૂપ વિભાવદશા મોહની લાગણી રૂપ જીવને બનાવે અર્થાત્ ક્રોધમોહનીય કર્મ જાતે અનુબંધવાળું બાંધ્યું તો જ્યારે ઉદયમાં આવે ત્યારે તે વખતે જીવ પાસે નિમિત્ત કે વગર નિમિત્તે પણ ક્રોધ કરાવી, ફરી નવું ક્રોધ મોહનીય કર્મ બંધાવે. જો અનુબંધ પશ્ચાતાપાદિ વડે તેનો રસ તોડી નાખ્યો હોય તો કર્મ ઉદયમાં આવે, ક્રોધનાં નિમિત્ત આવે ત્યારે આત્મા ક્રોધ નિષ્ફળ કરે અથવા ક્રોધ થઈ જાય તો તરત તેનો પશ્ચાતાપ થયા વિના નહીં રહે. આમ વિપાક એટલે આત્માના સ્વભાવની વિરુદ્ધ -વિભાવ રૂપે થવું તે અર્થાત્ આત્મા પોતાના જ્ઞાનાદિ શુદ્ધ ગુણ સ્વભાવ રૂપે ન વર્તે અને તેનાથી વિપરીત વર્તે.
શુભ કર્મ કે અશુભ કર્મ બન્ને પુગલ સ્વરૂપ હોવાથી (રૂપી) તે અરૂપી ગુણ પર આવરણ લાવે. માટે બન્નેના ઉદયમાં જો આત્મા પોતાના સ્વભાવ પ્રમાણે ન વર્તે તો નિર્જરા ન થાય. અનુકૂળતા કે પ્રતિકૂળતા બન્ને યોગમાં આત્મા મોહને આધીન ન થાય અને સ્વગુણમય બને તો તેને સ્વગુણની અનુભૂતિ વડે અપૂર્વ આનંદસમતાની અનુભૂતિ ને નિર્જરા થાય. ગજસુકુમાલ મુનિ અશુભકર્મના વિપાકમાં સળગતા ખેરના અંગારા માથામાં મૂકાયા છતાં સમતામાં રહેવાથી કેવલજ્ઞાન પામ્યા અને પૃથ્વીચંદ્રને પણ લગ્નના મહોત્સવમાં બધી અનુકૂળતા વચ્ચે મોહના મહોત્સવમાં નિરાળા થઈને રહ્યા તો તેમાં તેમને પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. આથી શુભ કર્મના વિપાક કે અશુભ કર્મના વિપાકમાં આત્મા ધર્મ ધ્યાનનો અધિકારી ત્યારે જ બની શકે જ્યારે તેને સંયોગ (શુભ-અશુભ) બન્ને હેય લાગે- “હું સંયોગથી પર-નિરાળો છું, મારે સંયોગથી-મોહના પરિણામથી છૂટા થઈ મારા સ્વભાવ પ્રમાણે થવાનું છે. શેયના જ્ઞાતા અને સમતાના ભોકતા જ બનવાનું છે, તો આત્મા ધર્મધ્યાનનો અધિકારી થઈ શકે. ૪થે ગુણઠાણે ભેદજ્ઞાન (સ્વ-પરના નિર્ણયરૂપ) અને તેની રુચિરૂપ પરિણામના કારણે ધર્મધ્યાનને યોગ્ય અધિકારી થાય. પાંચમે ગુણસ્થાનકે વિરતિ વડે સંયોગના ત્યાગ (અલ્પકાળ ત્યાગના કારણે) અલ્પકાળઅલ્પ ધર્મધ્યાન કરી શકે. ૬ઠે સર્વ સંગના ત્યાગ વડે મોહને દૂર કરવાનો પ્રયત્ન હોવાથી ધર્મધ્યાનમય જીવન જીવી શકે. ૭મે ગુણ સ્થાનકે મોહને સંપૂર્ણ અલ્પકાળ માટે આધીન ન હોવાના કારણે શુદ્ધધર્મ ધ્યાનનો ધ્યાતા બને. ૮મે ગુણ સ્થાનકે શુદ્ધ પરિણામની સ્થિરતારૂપ શ્રેણીની પ્રગતિ એક સરખી છે તેથી સંપૂર્ણ મોહનીય કર્મનો નાશ કરી, ૧રમે વીતરાગ અને ૧૩મે - સર્વ ઘાતી કર્મનો નાશ કરી કેવલી થાય.
અજીવ તત્વ | 197
Page #215
--------------------------------------------------------------------------
________________
ધર્મધ્યાનની બીજભૂત અવસ્થા તે ૪થું ગુણ સ્થાનક છે. ૧૩મે પૂર્ણતા છે અર્થાત્ ૪થા ગુણઠાણે આત્મા સર્વજ્ઞના વચન વડે પોતાના શુદ્ધાત્માની સ્વરૂપ અને સ્વભાવ અવસ્થાને પૂર્ણરૂપે, કર્મના વિપાકથી રહિત અવસ્થાને જાણે છે અને તે જ પ્રમાણે જીવન જીવવાની રુચિ છે પણ મોહની (કર્મ વિપાકની તીવ્રતાદિની) આધીનતાના કારણે તે પ્રમાણે વર્તી શકતો નથી અર્થાત્ સ્વભાવ સ્થિરતા નથી. પણ સ્વભાવ સ્થિરતાની રુચિ છે, નિર્ણય પાકો છે કે જગતમાં આત્મગુણોના ભોગ સિવાય કંઈ પણ ભોગવવા યોગ્ય, મેળવવા યોગ્ય કે સંગ્રહ કે આસક્તિ કરવા યોગ્ય નથી. તેમ માન્યતા શુદ્ધ હોય. પણ નિકાચિત કર્મના ઉદય કે તેવા પ્રકારના સંયોગાદિના કારણે છોડી ન શકે પણ તેમાં ઉદાસીનતા, પશ્ચાતાપ થાય.
હેયને જેણે હેય માન્યું અને ઉપાદેયને ઉપાદેય માન્યું તો હેયનો ત્યાગ કરવામાં અને ઉપાદેયને આદરવામાં આત્મવીર્યને પ્રર્વતાવવું પડે. જેટલો કાળ, જેટલું પણ ત્યાગ કરવાની શક્તિ સંયોગ હોય તો તેટલો ત્યાગ અવશ્ય કરવો જોઈએ. જ્યાં અશક્ય હોય અને ન કરે તો ઉદાસીનતા, પશ્ચાતાપ સાચા.
જો માન્યતા શુદ્ધ હશે, કોઈ કારણે તે પ્રમાણે પ્રવૃત્તિ ન થાય અને પશ્ચાતાપઉદાસીનતા જાગૃત હોય તો આશ્રવની પ્રવૃત્તિ કરવા છતાં તેમાં પાપના અનુબંધ નહીં પડે. અલ્પબંધ અને વિશેષ નિર્જરા અને ભાવિમાં પાપ નિવૃત્તિના અનુબંધ પડશે. આથી પ્રવૃત્તિ કરતા માન્યતા મહત્વની છે. ૪. સંસ્થાના વિચય:
उत्पादस्थितिभङगादि पर्यायैर्लक्षणैः पृथक्। भेदैर्नामादिभिलोर्कसंस्थानं, चिन्तयेद्भुतम् ॥३९॥
चिन्तयेत्तत्र कर्तारं भोक्तारं निजकर्मणाम्। अरुपमव्ययं जीवमुपयोगस्वलक्षणम् ॥४०॥
(૧૬-અધ્યાત્મસાર) લોકમાં રહેલા જીવ દ્રવ્યાદિનું ચિંતન. દરેક દ્રવ્યોમાં થતું ઉત્પાદ, વ્યય, ભંગાદિ પર્યાયોનું ચિંતન કરવું તે સંસ્થાન વિચય છે અર્થાત્ બીજી રીતે નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ, અવસ્થા રૂપે દ્રવ્યનું ચિંતન જુદી-જુદી રીતે કરવું અર્થાત્ ૧૪ રાજલોકના આકારાદિનું ચિંતન કરવું.
198 | નવ તત્ત્વ
Page #216
--------------------------------------------------------------------------
________________
લોકનો કર્તા કોણ? જીવ પોતે અજ્ઞાનાદિના દોષવડે, કર્મબંધ કરવાવડે પોતાના સંસારનો કર્તા અને કર્મના ફળનો ભોકતા. અર્થાત્ અરૂપી જ્ઞાનાદિ ગુણયુકત એવો આત્મા મિથ્યાત્વાદિ દોષો વડે પ્રાપ્ત કર્મના ફળ રૂપે પ્રાપ્ત દરેક દેહરૂપ આકારમાં ગોઠવવા ગંધ, રસ, સ્પર્શ, જે આત્મા માટે ભોગ્ય નથી તેનો ભોકતા બને. હવે સર્વજ્ઞ વચન વડે સ્વ ગુણ સંપત્તિ અને સ્વ સત્તાગત શુદ્ધ અરૂપી, નિરાકાર આત્માનો નિર્ણય કરી અને તે રૂપે થવા અનંત જ્ઞાનાદિ ગુણોના ભોકતા બનવાનું છે. વર્તમાનમાં જીવે કર્મને વશ બની સ્વાત્માનંદ ભોગવવાને બદલે પુદ્ગલ ભોગ વડે આત્માને પીડા આપવાર્થે ૧૪ રાજલોકમાં ૪ ગતિમાં ૮૪ લાખ યોનિમાં વિવિધ દેહાકારમાં ફસાઈ કેટલું પરિભ્રમણ કર્યું તેનું ચિંતન કરવા વડે અનુકંપા, નિર્વેદ, સંવેદનાને પામી ધર્મ ધ્યાન રૂપે થઈ આત્માનંદ ભોગવવાનો પ્રયત્ન કરવાનો છે.
બીજી રીતે પણ આખું જગત સંસ્થાન રૂપ છે. ભાવનામાં પણ લોક સ્વરૂપ ભાવના આવી. ચોથું સંસ્થાન વિચય ધ્યાન છે. રાગથી આત્મામાં જે આકુળતા છે તે આકારના પર્યાયના કારણે છે, જે આકારે તે સદાય રહેવાનું નથી. ૩ અવસ્થાને પકડો ભૂત, ભવિષ્ય અને વર્તમાન. સ્વભાવ પ્રમાણે તો રાગાદિ ભાવ ન થાય પણ આપણે માત્ર વર્તમાન અવસ્થા પકડીએ છીએ માટે રાગ થાય છે. નામ કર્મના ઉદયથી આપણે રૂપ અને આકારમાં ગોઠવાયા છીએ અને જગતને પણ રૂપ અને આકારથી જ ઓળખીએ છીએ. આત્માએ આત્માના સ્વરૂપથી ઓળખાણ કરવાની હતી તેને બદલે આકાર સાથે વ્યવહાર ચાલ્યો, માટે મોહજન્ય વ્યવહાર ચાલ્યો. કારણ આકાર વિકારને પેદા કરે છે. આપણે જે આરાધના કરતા હોઈએ ત્યારે આપણી ચેતના ચેતનરાજ સાથે જોડાયેલી હોવી જોઈએ, પણ તે પ્રમાણે થતું નથી માટે પરમ આનંદની અનુભૂતિ થતી નથી.
ભેદ જ્ઞાન એટલે ભવનો ભેદ અને તે અપુર્વકબંધક દશાથી થાય. આને ભવ (શરીર) કહેવાય, આને આત્મા કહેવાય એવું ભેદજ્ઞાન થાય અને તે સાચું ત્યારે જ કહેવાય કે હવે આનાથી ભેદ કરવાનું મન થાય. પુદ્ગલનો જે સ્વભાવ અને સ્વરુપ અવસ્થા છે તે આત્મામાં વિપરીતતા લાવે છે માટે તેને સમજવાના છે. પુદ્ગલના આકાર જોતા જ હું આત્મા છું અને નિરાકાર છું તેવું જ્ઞાન થવું જોઈએ, નહીં કે આકારમાં આકર્ષક પરિણામ લાવી અને આત્માને ભૂલી જઈએ. આકારને જોવો એ ગુનો નથી. જોવું, જાણવું એ આત્માનો સ્વભાવ છે પણ આત્માને ભૂલી જવો,
અજીવ તત્ત્વ 199
Page #217
--------------------------------------------------------------------------
________________
આત્મા નિરાકાર તેયાદનઆવ્યું તે ગુન્હો છે. આત્માને સમજયા વિના તો ઘણો ધર્મ આજસુધી આત્માએ કર્યો પણ આત્માની જાગૃતિ ન રહી. પરમાત્માની પૂજા કરવા ગયા, જે કપડાદાગીના પહેર્યા છે તેનારંગ, આકાર, ડિઝાઈન, જે સ્ટાઈલથી પહેર્યા છે- તમે તેમાં કે તેનાથી પર? આત્માની સાથે ન રહેવું અને પરની સાથે રહેવું તે જ ગુનો. નિસીહિનો અર્થ સંસારનો-પરસંગનોત્યાગ, તમામ પુદ્ગલના સંગનોત્યાગ.
અનુપમાએ ઉપાધિરૂપ ઘરેણાને નિરંજન નેમિનાથને ચડાવી નિરપાલિક અરૂપી ગુણરૂપ ઘરેણાનું અનુબંધનું સર્જન કર્યું:
સર્વ ઉપાધિથી રહિત નેમનાથ પ્રભુને જોઈ અનુપમા દેવીએ ઉપાધિરૂપ ઘરેણાં પ્રભુને ચડાવી નિરૂપાધિકના અનુબંધનું સર્જન કર્યું. અનુપમાદેવીએ પરમાત્માને જોતા પોતે વર્ષે કાળા હતા, પ્રભુ પણ બાહ્યથી શ્યામ કાંતિને ધારણ કરનારાઆપણે સમાન છીએ. તો તું ઉપાધિથી રહીત તો હું પણ ઉપાધિમાં શા માટે રહું? ત્યાં એ યાદ ન આવે કે હું કોણ? તેજપાલની પત્ની. આવું કાંઈ જ યાદ નથી માટે જ તમામ ઉપાધિથી મુકત થવા ઉત્કંઠિત થયા. પ્રભુ ઘરેણાં વિનાના અને પોતાને ઘરેણાંની ઉપાધિથી યુકત જોઈ સર્વ ઉપાધિરૂપ ઘરેણાંને ઉપાધિ રહિત પ્રભુને ચડાવી નિરુપાધિકના અનુબંધનું સર્જન કર્યું.
આત્મવીર્ય આત્માના ગુણો સાથે જોડાય તો તેને મોક્ષ યોગ કહેવાય છે અને પર પુદ્ગલની સાથે જોડાય તો તેને સંસારનો યોગ કહેવાય છે. અનાદિકાળથી પરનું જોડાણ આત્મા સાથે થયેલું છે. તેનાથી છૂટવાની પ્રક્રિયા માત્ર મનુષ્ય ભવમાં જ પૂર્ણ થઈ શકે, માટે જ મનુષ્ય ભવની કિંમત આંકવામાં આવી છે. કર્તવ્ય રૂપે માત્ર કાર્ય એટલું જ છે કે અનાદિથી જે પુદ્ગલરૂપ સંયોગ સંસાર વળગ્યો છે તેનાથી છૂટા થવાનો ભાવ થવો અને તેમ કરવા માટે પુરુષાર્થ કરવો. પુરુષ એટલે આત્મા, આત્માનો અર્થ શું? જેમ સંસારમાં અર્થ તે ધન છે અને આત્મા માટે આત્માને પોતાના જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થઈ તે આત્માનું ધન અને તે જ ધર્મ છે અને તે સિવાય આત્માને કંઈ પણ મળે તો તે અધર્મ છે. દરેક દ્રવ્યનો નિયમ તેના સ્વભાવ પ્રમાણે વર્તવું તે જ તેનું કાર્ય છે. પોતાના સ્વભાવ પ્રમાણે ન વર્તે તે કુદરતની વિરુદ્ધ કહેવાય. આપણે પણ એક દ્રવ્ય જ છીએ તો આપણે પણ આપણા ગુણો પ્રમાણે વર્તવું જોઈએ, ન વર્તીએ ત્યારે અધર્મી કહેવાઈએ. પંચપરમેષ્ઠિ એ ધર્મી છે. જ્ઞાનાદિ ગુણ એ ધર્મ છે. ધર્મ જેનામાં હોય તે ધર્મી. નવપદમાં ધર્મ-ધર્મી એમ બે વિભાગે. ધર્મ એક જ સાધ્ય છે પણ આપણે એ સમજતા નથી.
200 નવ તત્ત્વ
Page #218
--------------------------------------------------------------------------
________________
સમતાગુણ રૂપે ધર્મ આત્મામાં પડેલો છે અને તેને પ્રગટાવવા માટે સામાયિક વ્યવહાર ધર્મ સર્વજ્ઞોએ ફરમાવ્યો છે. કટાસણું, ચરવડો કે મુહપત્તિ સાધન માત્રથી વિધિપૂર્વક સામાયિક ગ્રહણ કરવાથી સામાયિક ધર્મ થઈ જતો નથી. પણ સમતા પરિણામરૂપ ધર્મ સામાયિકની ક્રિયા-વિધિમાં જોડાય- અનુભવાય તો તે સામાયિક ધર્મ બને નહીં તો દ્રવ્ય ધર્મ કહેવાય. • સંસાર ચાર પ્રકારે માટે મોક્ષ ચાર પ્રકાર:
સંસાર ચાર પ્રકારનો છે માટે મોક્ષ પણ ચાર પ્રકારનો છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર પ્રકારનો સંસાર છે. ધર્મ કરતી વખતે મોક્ષનો ઉપયોગ રાખવો પડે. કોનો મોક્ષ કરવાનો છે? ધર્મ શું છે? તેનો ઉપયોગ શું છે? સંસાર અને મોક્ષ બંને આત્મામાં જ છે છતાં આપણે સંસારને આત્માની બહારમાં માનીએ. સ્વજન, પરિવાર, ધનાદિ છોડી દીધા એટલે સંસાર છૂટી ગયો એમ સમજીએ છીએ. વ્યવહારનું ફળ વ્યવહાર જ મળશે. શુભ ક્રિયા કરી તેથી શુભ કર્મ બંધાયા. કર્મનો સંબંધ એ જ સંસાર. કર્મનું કારણ કષાય, એ પણ સંસાર છે. કષાય છૂટે તો જ કર્મનો સંબંધ છૂટે એટલે નિર્જરા થાય, તે જ મોક્ષ. એટલે સર્વશે જે કહ્યું છે એનાથી ઉંધું સમજાવે અને તેની જ રુચિ કરાવે તે મિથ્યાત્વ નામનો સંસાર છે અને એ સંસારનું મૂળિયું છે. મિથ્યાત્વ આત્મામાંથી જાય તો આત્માને આત્માના ગુણો સિવાય કયાંય રુચિ થાય જ નહીં. આત્મા પોતાના ગુણો સિવાય અન્ય કોઈના ગુણોને ભોગવી શકતો નથી તો પછી એ પુદ્ગલ દ્રવ્યના ગુણોને કઈ રીતે ભોગવી શકે? જીવ દ્રવ્ય રૂપે સમાન હોવા છતાં એક જીવ બીજા જીવના ગુણોને પણ ભોગવી શકતો નથી, માટે જ આત્માને પોતાના જ ગુણોની જ રુચિ થશે. સમાન ધર્મી જીવ દ્રવ્યની આત્માની ઉપેક્ષા કરે તો તે પોતાના ગુણોની જ ઉપેક્ષા કરે છે. વ્યવહારથી ઉપેક્ષા કરે ત્યારે પણ પોતાના કરુણાના પરિણામની ઉપેક્ષા થાય માટે વ્યવહારથી પણ ઉપેક્ષા ન કરાય, આત્માના કરુણાના પરિણામની રક્ષા માટે વ્યવહારથી પણ કરુણા કરવાની છે. કરુણાનો વ્યવહાર પણ આત્મા જયાં સુધી પૂર્ણ વીતરાગતા ન પામે ત્યાં સુધી કરે.
પરમાત્મા દીક્ષા લઈને ૭મે ગુણઠાણે પહોંચે, અપ્રમત્ત સાધના વીતરાગતાના લક્ષે જ કરે. ગોશાળો સાથે હતો તેણે યુકાશય્યાતરને છંછેડયો ત્યારે તેણે ગોશાલા પર તેજોલેશ્યા છોડી, તે વખતે પરમાત્માએ પ્રતિપક્ષ શીત લેશ્યા મૂકીને બળતા
અજીવ તત્ત્વ | 201
Page #219
--------------------------------------------------------------------------
________________
ગોશાલાને બચાવ્યો, ત્યારે પૂર્ણ વીતરાગતા નહતી, ભાવ કરુણા હતી. વીતરાગતા પ્રગટ થયા પછી કરુણા ગઈ, ભાવ ગયો તેથી ગોશાલાએ સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ બે મુનિ પર તેજો વેશ્યા છોડીને બાળી નાખ્યા ત્યારે પરમાત્માએ તેમને ન બચાવ્યા. જેમાંથી રાગ અને દ્વેષ ચાલ્યા ગયા છે તે વીતરાગત છે. ઠેષ મા ગુણઠાણે જાય અને રાગ ૧૦મા ગુણઠાણે જાય છે. તીર્થકરોનો આત્મા માતાની કુક્ષિમાં આવે ત્યારે તીર્થકર નામકર્મના પ્રદેશોદયના પ્રભાવે સાતે નરકમાં અજવાળા થાય અને નારકીના જીવને સાતા મળે છે, માટે વ્યવહારથી કરુણાના સાગર કહેવાય.
મૈત્યાદિ ભાવપૂર્વકના ધર્મને વ્યવહાર ધર્મ કહેવાય, કારણ કે એ સ્વભાવ સન્મુખ લઈ જાય છે. સમતા એ સાધ્ય છે. આત્માનો મુખ્ય સ્વભાવધર્મ તે સમતા. જીવ માત્રને સમાન દષ્ટિથી જોવા અને કર્મકૃત બાહ્ય અવસ્થા સાથે ઓચિત્ય પૂર્વક વ્યવહાર કરવો.
કમઠના ઉપસર્ગમાં પાર્થ પ્રભુ સમતામાં કેમ રહી શકયા?:
કોઈપણ જીવ પ્રત્યે ભેદભાવ ન રહે ત્યારે સમતા આવી કહેવાય. નિગોદના આત્મા, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવાત્મા, તીર્થકર કે પાપી આત્મા હોય ત્યાં દરેકમાં સિદ્ધનો આત્માદેખાય ત્યારે સમતા આવી કહેવાય. પાર્થ પ્રભુને કમઠ અને ધરણેન્દ્ર બંને ઉપસર્ગ આપે છે. ભેદ એટલો જ છે કે એક પ્રતિકૂળ ઉપસર્ગ આપે છે અને બીજો અનુકૂળ ઉપસર્ગ આપી રહ્યો છે. બંનેમાં સિદ્ધત્વ સમાન જોયું. બંનેની સ્થિતિ જૂદી છે. એક મિથ્યાત્વના કારણે ઉંધી પ્રવૃત્તિ કરી રહ્યો છે બીજો સમકિતના કારણે ભક્તિ કરી રહ્યો છે, બંને પોતપોતાની સમજ પ્રમાણે કાર્ય કરી રહ્યા છે. હું સત્તાએ જિન છું અને હમણાં જિનપણું પ્રગટ કરવા નીકળ્યો છું તો મારે માત્ર શેયના જ્ઞાતા તરીકે જોવાનું છે, પણ સારા નરસાનો થપ્પો મારવાનો નથી. રાગદ્વેષનું પ્રબળમાં પ્રબળ નિમિત્ત મળ્યું છતાં એમણે ત્યાં એમને સર્વજ્ઞની દષ્ટિ પ્રમાણે જોયા અને વીતરાગતા પ્રમાણે વ્યવહાર કર્યો. રાગદ્વેષ ન કર્યો તો વીતરાગતા પ્રગટ થઈ. પરમાત્માએ કમઠ અને ધરણેન્દ્રને સર્વજ્ઞની દષ્ટિએ જોયા, આપણે ચામડીની દષ્ટિથી જોઈએ છીએ માટે રાગદ્વેષ, સારા નરસાના પરિણામો થાય છે. સર્વશની દષ્ટિમાં સત્તાએ બંનેના આત્મા સિદ્ધ છે એમ જાણ્યું. પરમાત્મામાં સત્તામાં રાગદ્વેષ તો હતા જ, જો રાગને સ્પર્યા હોત તો ધરણેન્દ્રની ભકિત જોઈ તેના પ્રત્યે બહુમાન આવી જાત અને કમઠ પ્રત્યે દ્વેષનો પરિણામ આવી જાત. પણ પરમાત્માએ સિદ્ધત્વ જોયું તેથી રાગદ્વેષને બદલે નિર્જરા થઈ ગઈ, વીતરાગતા પ્રગટી ગઈ. 202 | નવ તત્ત્વ
Page #220
--------------------------------------------------------------------------
________________
આત્મામાં સિદ્ધ સ્વરૂપી શાશ્વત અવસ્થા અને સંયોગ રુ૫ સંસાર અવસ્થા અનાદિ કાળથી રહેલી છે. તેનો નિર્ણય સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે થઈ જાય તો ભવ્ય આત્મા પોતાનો પરમ પુરુષાર્થ પોતાની સત્તામાં રહેલ સિદ્ધત્વને પ્રગટાવવા કરે. અભવ્ય આત્માને પોતાનામાં રહેલી સિદ્ધ અવસ્થાની રુચિ ન થાય તેનું કારણ છે તેનામાં રહેલું ગાઢ મિથ્યાત્વ. પોતાના પુરુષાર્થ દ્વારા આત્મા સૌ પ્રથમ સમ્યક્ત રુપે પ્રથમ મોક્ષને પ્રગટ કરી શકે. અભવ્ય આત્મા કદી પણ આ અવસ્થાને પ્રગટ નહીં કરી શકે. આપણે ભવ્ય છીએ એટલે આપણામાં યોગ્યતા પડેલી છે એટલે પુરુષાર્થ કરીને તે ગુણ ૫ સ્વભાવને પ્રાપ્ત કરવાનો છે. ચારે ગતિમાં સમ્યત્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે પણ પૂર્ણતા તો મનુષ્ય ભવમાં જ થાય. ક્ષાયિક સમકિતની પ્રાપ્તિની શરુઆત પ્રથમ સંઘયણ મળે ને મનુષ્ય ભવમાં માંડે તો આયુષ્ય પૂર્ણ થઈ જાય તો દેવલોકમાં જઈને પૂર્ણ કરી શકે છે, પણ શરુઆત તો મનુષ્ય ભવમાં જ થાય. મોક્ષમાં આત્મ પ્રદેશોની સદા સ્થિરતા છે. જે ગુણ પ્રગટયા તેમાં સદા રમણતા, પણ વધ ઘટ ન થાય. મોહના પરિણામથી આત્મા અસ્થિર બને છે. મોક્ષમાં મોહનો ને યોગનો સંપૂર્ણ અભાવ છે એટલે સ્વભાવ ને સ્વરૂપમાં રમણતા અને સ્થિરતા મોક્ષમાં છે. પ્રથમ આત્માએ સ્વભાવની પૂર્ણતા કરવાની છે. પછી સ્વરૂપ સ્થિરતા આત્માને ૧૪માં ગુણ સ્થાનકે થશે. જયાં સુધી પરનો સંગ છે ત્યાં સુધી આત્મા અસ્થિર છે, ત્યાં સુધી કર્મનો બંધ થાય છે જે આત્માનો સ્વભાવ નથી છતાં પણ પુદ્ગલ સાથે આત્માનો સંબંધ છે ત્યાં સુધી બંધ પણ થાય છે. બંધ એ પુદગલનો સ્વભાવ છે, આત્માનો નહીં. અન્ય દ્રવ્યના સંબંધમાં આત્મા આવે એનો પ્રભાવ આત્મા પર પડે એના કારણે આત્મા પોતાના સ્વભાવ ને સ્વરુપમાં સ્થિરતા ન પામે ત્યાં સુધી એ સંસારી કહેવાય માટે કેવલીને પણ વ્યવહારથી સંસારી કહેવાય.
અશુદ્ધ આત્મા સતત પરપુગલ સંગનો ઈચ્છુક છે. ત્યાં સુધી પરથી સ્વને પીડા છે. જયારે નિઃસંગ દશા, નિરાકાર દશા, નિર્વિકાર દશાને પામે અર્થાત્ પરસંગના પરિણામથી છૂટે ત્યારે આત્મા સ્વ પરિણામને વેદ. મોહના પરિણામે વેદના ભોગવે ને એમને છોડે ત્યારે સુખને વેદ. પરના સંગમાં રહેવાની ઈચ્છા મોહના પરિણામથી થાય છે. પરમાં એ નિરસ બનશે ત્યારે સ્વના રસનો ભોગી બનશે. જયાં સુધી ભોગાવલી કર્મો હોય ત્યાં સુધી મળેલું રાજ પણ છોડવાનું મન ન થાય અને અપૂર્વ કર્મ લઘુતા વિના પૂર્ણતાનો ભાવ ન આવે માટે બાહુબલિએ નિર્ણય
અજીવ તત્વ | 203
Page #221
--------------------------------------------------------------------------
________________
કર્યો કે કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી પ્રભુ પાસે ન જવું. તેમનામાં અપૂર્વ કર્મ લઘુતા હોવાથી પૂર્ણતાનો ભાવ આવ્યો. બોધ થયા પછી આત્માને જ્ઞાનનસ્પર્શતો જ્ઞાનનો પરિણામ નથી. જ્ઞાનની સ્પર્શના થાય કે કરુણા, નિર્વેદ, સંવેગ, શમના ભાવોની સ્પર્શના થાય. જગતને જણાવ્યું કે એનું કલ્યાણ પણ થયું પણ પોતાના આત્માને એનાથી શું લાભ? અભવ્ય જીવ જગતને જણાવે છે એનાથી એને એ લાભ થાય છે કે સારી વસ્તુ જણાવે છે માટે સારા ભવમાં ભમવાનું થાય પણ ભમવાનું બંધ થવા રુપ આત્મકલ્યાણ ન કરી શકે. શુદ્ધ ધર્મધ્યાન રૂપી અગ્નિની તાકાત કેટલી છે? એનું ફળ તરત મળે છે. શુકલ ધ્યાનરૂપ ક્ષપક શ્રેણી પર જીવ આરોહણ કરે ત્યારે તેમાં એટલી જબરદસ્ત ધ્યાન અગ્નિ પ્રગટ થાય કે જગતના તમામ જીવોના કર્મો તેમાં નાખવામાં આવે તો તે તમામ કર્મોને બાળીને ભસ્મ કરી શકે છે. પણ એક આત્માના કર્મો કયારેય બીજા આત્મામાં સંક્રમીત થતા નથી. જો કર્મ આત્મા પ્રદેશોથી છુટા ન પડે અને પોતે જે કર્મો બાંધે તે કર્મોને પોતે જ સચ કરવો પડે. ઉદયમાં આવે ત્યારે પોતાને જ ભોગવવું પડે. ઉપયોગને ટકાવવા યોગની જરૂર છે.
આપણને ક્રિયા ન થઈ તો દુઃખ થાય છે પણ તેમાં જ્ઞાન ભળ્યું કે નહીં તેની ચિંતા કેટલી? પરિણામ પ્રગટાવવા માટે અને તેને દીર્ઘકાળ ટકાવવા માટે જ ક્રિયા છે. એક આત્માએ નિર્ણય કર્યો કે ગમે તે પ્રસંગ આવે મારે ક્રોધ ન કરવો, બીજાએ પણ આ જ નિયમ લીધો પણ તે સામાયિકમાં બેઠો છે એટલે બંનેમાંથી બચવાનો ચાન્સ સામાયિકમાં બેઠેલાને વધારે છે. જેમ ફોનની ઘંટી વાગે તો વિચારશે કે સામાયિકમાં ફોનનલેવાય પણ છૂટા હશે તો તરત ઉપાડશે. તેમ ક્રોધના નિમિત્તમાં પણ સામાયિકના ઉપયોગના કારણે ક્રોધના ઉદયથી બચવાનો સંભવ રહે. મન, વચન, કાયાના અંગો દ્વારા કષાયના ઘરમાં જતા વાર ન લાગે, ને જેને અટકવું છે તે અટકશે. સામાયિકના પરિણામમાં ટકવા માટે યોગની જરૂર છે.
સમતાનું પરિણામ જીવોમાં કયારે આવે :
પ્રથમ સમ્યત્વમાં આવે અર્થાત્ સર્વજ્ઞની સર્વ વાત માને અને તે પ્રમાણે દેશ (અલ્પકાળ) વર્તે ત્યારે પાંચમાં ગુણસ્થાનકરૂપ અલ્પસમતા અને સર્વસંગ ત્યાગરૂપ છ ગુણસ્થાનકે સર્વસમતા પરિણામ આવે. સામાયિક એ પાંચમાં ગુણઠાણાનો પરિણામ છે.
204 | નવ તત્ત્વ
Page #222
--------------------------------------------------------------------------
________________
જિનશાસન અને મોહનું શાસન આત્મામાં ચારે :
જ્ઞાનાદિગુણ રૂપે જે આત્મસ્વભાવ પ્રમાણે વર્તે તે જિનશાસનમાં અને વર્ણગંધાદિ ગુગલગુણ રૂપે જે વર્તે તે મોહના શાસનમાં છે. મોહ જેના કારણે પ્રગટ થાય છે તે પુદ્ગલના પરિણામો ગતિબંધ રુપે થાય. બંધનો ભેદ થાય છે. બંધ અને ભેદના કારણે સંસ્થાન બને છે. વર્ણ આકારમાં વર્ણ ગોઠવાય છે. જે આકારને શોભાવે તેનું નામ વર્ણ છે. વર્ણનો શોભા માટે જ આપણે ઉપયોગ કરીએ છીએ. નામકર્મના ઉદયથી આપણને એક આકાર (સંસ્થાન) મળ્યું. તેમાં ફરી નામ કર્મના ઉદયથી વર્ણ મળ્યો. વર્ણ પાંચ પ્રકારે. (લાલ, લીલો, પીળો, કાળો, સફેદ) તેને આપણે શોભારૂપ માની- પુદ્ગલના પરિણામને આત્માએ પોતાનું માની લીધું માટે તે સતત સુખી દુઃખી બન્યા કરે છે. વધારે શોભા થઈ તો રાજી અને શોભા જરાક ઘટી તો નારાજી. બસ આખો દિવસ આત્મા આ ચક્રમાં ફસાયને ભયંકર પીડા પામી રહ્યો છે ને અનેકની પીડામાં નિમિત્ત બની રહ્યો છે. આત્મા ભૂલ કરી રહ્યો છે. મોહને આધીન બન્યો છે ને તેના પર બીજાના સિક્કા મરાવીને ભૂલ પર ભૂલ કરી રહ્યો છે. પોતાને ગમ્યું તે બીજાને બતાવી બતાવીને તેમના અભિપ્રાય પૂછી પૂછીને તેમના સિક્કા મરાવીને રાજી, પણ જે આત્મા સાવધાન હોય તે ફસાય નહીં અને બીજાને ચેતવે કે ભાઈ! આ તો બધી પુદ્ગલની બાજી છે.
અરિહંતનું સાલંબન ધ્યાન શા માટે દરેક દ્રવ્યનો સ્વભાવ છે કે બીજાના સ્વભાવમાં ડખલગિરિ ન કરવી, કર્મયુકત જીવ સિવાય બીજા આકાશાસ્તિકાયાદિ બધા દ્રવ્યો જડ હોવા છતાં પોતાના સ્વભાવ પ્રમાણે કાર્ય કરે છે. સિદ્ધ અને કેવલી સિવાયના જીવ પોતાના સ્વભાવમાં ન રહ્યા માટે પર ઘરમાં ગયા એ એનો મોટો ગુનો છે અને તેના માટે શાસન છે અર્થાત્ સ્વસ્વભાવમાં ન રમતા જીવોને સ્વસ્વભાવમાં લાવવા માટે અને સ્વસ્વભાવમાં રમવાર્થે જિનઆશા ધ્યાનની છે. પુદ્ગલ ભાવમાંથી છૂટવા સાલંબન અને સ્વસ્વભાવમય બનવા નિરાલંબન ધ્યાન ફરમાવ્યું.
રૂપ અને આકારમાં અટવાયેલા આત્માને સંસ્થાના સ્વરૂપની વિચારણા જરૂરી :
અરૂપી આત્મા પોતાના કરેલા કર્મના અનુસાર તે કર્મને ભોગવવા માટે નામ કર્મ જુદા જુદા આકાર ને સ્થાનમાં ગોઠવી દે છે. સંસ્થાન (આકાર) રૂપ સંસારમાં
અજીવ તત્ત્વ | 205
Page #223
--------------------------------------------------------------------------
________________
અરૂપી આત્મા એવો ગોઠવાઈ ગયો છે કે એને પોતાના અરૂપી, નિરાકાર સ્વરૂપનું હવે ભાન પણ ન આવે અને આત્માની સ્થિરતા સંસ્થાનમાં થઈ ગઈ. હવે તેમાંથી નીકળવું મુશ્કેલ. પુરુષવેદ, સ્ત્રીવેદ. બંને સંસ્થાન, બન્નેમાં સિદ્ધાત્મા છે પણ કર્મના કારણે બન્નેને ભિન્ન ભિન્ન આકાર, રૂપ, દેહમાં ગોઠવી દીધા એટલે બન્ને પોતાને જુદા જુદા માને. સંસ્થાનરૂપી પર્યાય પકડીને જીવશે પણ પોતાના ગુણને પકડીને નહીં જીવે. મોહની પીડાને અનુભવવા જીવવું એટલે પર્યાય પદ્ધતિથી જીવવું. હવે દરેકને તેના શરીરના આધારે પડેલા નામ, જાતિ, વેશથી જ બોલાવવાનો વ્યવહાર થાય પણ આત્માના નામથી વ્યવહાર ન થાય. પૂર્વે આર્ય સંસ્કૃતિ આત્માની પ્રધાનતા વાળી હતી તેથી કોઈને નામની પ્રધાનતા નહીં પણ પુરુષને આર્ય અને સ્ત્રીને આર્યા ના નામે જ બોલાવવામાં આવતા. તેથી આત્મા સહજ યાદ આવે, આત્માનું ભાન આવે. લોકોત્તર શાસનમાં તો એકબીજાના કલ્યાણ મિત્ર બનવાની જ વાત હતી. નામ કર્મથી જે કાંઈ મળ્યું તે આત્માએ સ્વીકારી લીધું. જ્યાં સંસ્થાન (આકાર) હોય ત્યાં વર્ણ હોય. રૂપથી આકાર વધારે શોભે, આકર્ષણનું કારણ થાય. માટીનો ઘડો પ્રથમ વિશિષ્ટ રંગ વગરનો બને પછી તેમાં રંગ પૂરવાથી તે વધારે ભાસ્વર-દર્શનીય બને. આત્મા તો આકાર અને રૂપથી રહિત, તે વર્ણથી શોભતો નથી, તે તો તેના ગુણોથી વિશિષ્ટ શોભા પામે છે. ઋષભ પ્રભુ જ્ઞાનાદિ ગુણોની પૂર્ણતાથી શોભે તે ઋષભ. આથી ઋષભ જિનેશ્વર પ્રિતમ મ્હારો ઔર ન ચાહુ કંત. “જ્ઞાનાદિ ગુણોથી શોભતા મારા ઋષભ (આત્મા) સિવાય હું કોઈ કંતને-પ્રિયતમને ઈચ્છતો નથી. વ્યવહારે ઋષભદેવ અને નિશ્ચયે પોતાનો આત્મા તેને બદલે હવે જીવ બહાર રૂપવાન, આકારવાન એવા પ્રિયતમની શોધમાં ભટકે છે. આત્મા દેહમાં સ્થિરતા પામે, દેહની સાથે પ્રીત બંધાય છે.
પ્રીત-સગાઈરેજગમાં સહુ કરેરે પ્રીત સગાઈ ન કોય. પ્રીતસગાઈરેનિરૂપાધિક કહીર;સોપાધિક ધન ખોય.
(પૂ. આનંદઘનજી મહારાજ) આત્માની અજ્ઞાનતાના કારણે જગતના જીવો આત્માના ગુણો સાથે પ્રીતિ બાંધવાને બદલે કર્મભનિત જે બાહ્ય ઉપાધિરૂપે દેહ, રૂપ, આકાર, નામ, જાતિ, ધન-વૈભવાદિ પ્રાપ્ત થયા છે તેના બહુમાનથી તેની સાથે પ્રીતિ બાંધે જે ઉપાધિજન્ય છે. તેનાથી આત્માનું ગુણ વૈભવરૂપી ધન ખોવાયું છે. 206 | નવ તત્ત્વ
Page #224
--------------------------------------------------------------------------
________________
રૂપ સાથે બંધાયેલી પ્રીતિ રૂપના પરાવર્તનથી પ્રીતિનું પરાવર્તન થાયઃ
જો દેહમાં, રૂપમાં ફેરફાર થાય તો પ્રીતિમાં પણ ફેરફાર. એક યુવાન યુવતી વચ્ચે પ્રેમ બંધાણો. બન્ને ફરવા ગયા. સ્કુટરનું એકિસડન્ટ, યુવતીના મુખમાં કાચ ભરાણા, મહામહેનતે ડોક્ટરોએ તેને બચાવી પણ મોઢાનું રૂપ આખું ફરી ગયું. યુવાન તેનું વિચિત્રરૂપ જોઈ હોસ્પિટલમાં જ યુવતીનું ગળુ દબાવી ભાગી ગયો. જયાં રૂપનું પરાવર્તન થયું ત્યાં પ્રીતિનું પણ પરાવર્તન થતાં વાર ન લાગે. રાજુલને માત્ર નેમનાથ સાથે બાહ્ય સંબંધથી પ્રીતિ નથી, પણ આત્મા સાથે બાંધેલી હોવાના કારણે પ્રભુએ પશુજનનો પોકાર સાંભળી કરુણા હૃદયથી પશુનો પ્રેમ છોડી ન શક્યા પણ રાજુલને છોડી દીધી. પશુ પર જાગેલી કરુણા આગળ વધી અને પોતાને વરેલ રાજુલ પર તે કરુણા ઉભરાણી અને પોતાની સાથે તેમનો દેહ સંબંધ હવે ન બંધાય પણ માત્ર આત્માના સંબંધ માટે પત્ની-પતિના સંબંધનો ત્યાગ કર્યો. રાજુલે પણ ધીરજ ધરી નેમનાથના હાથે આત્માના પ્રતિકરૂપે સર્વ સંબંધો કાપી દીક્ષા સ્વીકારી અને સર્વજીવો સાથે પ્રેમનો સંબંધ બાંધીને તેમનાથ સાથે કાયમી સંબંધરૂપ શિવમંદિરમાં સાથે વાસ કર્યો.
બાહ્યશોભા માટે સંસ્થાન આકાર સારો જરૂરી. તે શા માટે?
જેને સ્વજન-કુટુંબ, પરિવાર, જ્ઞાતિ, સમાજ, દેશાદિમાં સારુ થવું છે કે સારા દેખાવું છે તેને માટે બાહ્ય શોભા પ્રધાન. લોકદષ્ટિથી વસ્તુ વ્યક્તિનું મૂલ્ય બહારથી કરે. ચરમનયણે કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર. (અજિતનાથ સ્તવન-પૂ. આનંદઘનજી મ.સા.) ચામડાની આંખથી જો વસ્તુ-વ્યક્તિને જોવામાં કે મૂલવવામાં આવે તો ચામડાની આંખથી વસ્તુનું જ્ઞાન ઉપરના પર્યાય માત્રનું થાય, દ્રવ્ય અને ગુણથી ન થાય. આથી અલ્પ અને અધૂરા જ્ઞાનના આધારે વસ્તુ કે વ્યક્તિનું સાચું મૂલ્ય ક્યારેય ન થાય. જેનું મૂલ્ય ખોટું અંકાય તેની સાથેનો વ્યવહાર પણ શુદ્ધ ન થાય. બાહ્ય-સંસ્થાન શોભાના બહુમાનથી થતા વ્યવહારમાં ગુણ સાથેની શોભા ઘટે, એટલે નિર્જરાને બદલે બંધની પ્રધાનતા વધે. ફરી જીવને સંસ્થાન આકારમાં ગોઠવવારૂપ નામ કર્મ બંધાય. આત્માનું સાચું મૂલ્ય આંકવા ગુણદષ્ટિ કેળવી પુદ્ગલદષ્ટિ છોડવી જરૂરી.
પરમાત્મા ધ્યાન શેનું અને શા માટે કરે છે પરમાત્માએ દીક્ષા લેતી વખતે જે સાધ્યનું પ્રણિધાન કર્યું તે સાધ્ય પ્રણિધાનનો
અજીવ તત્વ | 207
Page #225
--------------------------------------------------------------------------
________________
ઉપયોગ નિર્મળ જ્ઞાન પરિણતિને કારણે સતત ચાલ્યા કરે કે હું સત્તાએ સિદ્ધ અને વીતરાગ સર્વજ્ઞ છું તો મારે તે જ થવાનું છે, સર્વજ્ઞ ન બને ત્યાં સુધી મારે સર્વોયને શ્રુતજ્ઞાનના બળે જ જાણવાના છે.
લોગો જત્વ પઢિઓ જગમિણું, તેલુકૂક મચાતુર સર્વજ્ઞ પ્રણિત શ્રુતજ્ઞાનમાં ત્રણે લોક પ્રતિષ્ઠિત છે અર્થાત્ સર્વજ્ઞ પ્રણિત શ્રત જ્ઞાનમાં (આગમમાં) ત્રણે લોકનું પૂર્ણ સ્વરૂપ કહેલું છે.
શ્રતના બળે ઊર્ધ્વ, અધો અને તિચ્છલોકરૂપ ૧૪ રાજલોકનું ધ્યાન કરે. કારણ પ્રભુનું - “લોગપઈવાણ” વિશેષણ છે. ૧૪ રાજલોકને કેવલજ્ઞાન વડે નિત્ય પ્રકાશિત કરશે. કેવલજ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી તેને પ્રગટાવવા શ્રુતબળે ઉપયોગની સ્થિરતા માટે ધ્યાનરૂપી અભ્યાસ વડે તેમાં અંતરાયભૂત જ્ઞાનાવરણાદિ કર્મની સતત નિર્જરા કરનારા બને.
સ્વ સ્વભાવ પ્રગટાવવા જ નિજ આત્મારૂપ પરમાત્માનું ધ્યાન કરવાનું છે. તેમાં મોહ મુખ્ય બાધક છે. તે અરૂપીને બદલે શરીરાદિ રૂપને પકડાવી આત્માના ધ્યાનથી છોડાવે છે. આથી મોહને આધીન ન થવા સર્વડ કથિત સામાયિકાદિ નિમિત્તો વડે મોહને દૂર કરી પરમાત્માનું મિલન શકય બનાવવાનું છે. સામાયિકાદિ અનુષ્ઠાનમાં મોહને મારવાનું લક્ષ કેન્દ્રિત ન હોય તો માળા કે પુસ્તકાદિ લેતા ઊંઘ આવે. પણ મોહના કારણે સામાયિકમાં કોઈની વિકથા કરવાની કે સાંભળવાની હોય તો ઊંઘ ઊડી જાય (વેપારીને નોટોના બંડલ ગણવામાં ઊંઘ ન આવે). રસ ક્યાં છે તે મહત્વનું છે.
ધ્યાનમાં પ્રભુ રુક્ષ પુદ્ગલ શા માટે પકડે : પ્રભુને પોતાના શુદ્ધ આત્મપ્રદેશોનો નિર્ણય છે પણ હજી જ્ઞાનમાં સાક્ષાત્ નથી દેખાતા કારણ જ્ઞાન પૂર્ણ શુદ્ધ નથી અને આત્મપ્રદેશો કાર્મણાદિ વર્ગણાદિથી વ્યાપ્ત છે. જ્ઞાન શુદ્ધ ન થવાનું કારણ મોહનો પરિણામ છે. મોહ કોને પકડે છે? પુદ્ગલને પકડે છે. પરમાત્મા હજી વીતરાગ નથી થયા તો દેહભાવથી હજી સંપૂર્ણ મુક્તિ નથી. તો મોહને કારણે દેહભાવનું અસ્તિત્વ તોડવા સૂક્ષ્મ-અક્ષ પુદ્ગલોનું તેના પરમાણુનું ધ્યાન કરવાથી તેના પ્રત્યેનો મોહ નિવૃત્ત પામે. પરમાણુના પિંડરૂપ દેહ અને અસંખ્ય પ્રદેશી, અરૂપી, નિર્લેપ, નિરાકાર આત્માના ભેદજ્ઞાનથી મોહનો 208 | નવ તત્ત્વ
Page #226
--------------------------------------------------------------------------
________________
ભેદ થતો જાય અને આત્મા સ્વયમાં સ્થિરતા પામે. પુદ્ગલ દેહભાવથી મુક્ત થતો જાય. જ્ઞાન જેટલું નિર્મળ, તેજ-તપના પરિણામવાળું તેટલું અપૂર્વ નિર્જરા કરે. આમ દેહ-આત્માના ભેદજ્ઞાનથી આત્મામાં ઉપાદેયતા અને પુદ્ગલ સ્કંધ દેહભાવમાં ઉદાસીનતા રૂપ ધ્યાનથી સ્વ સ્થિરતા થતાં આત્મા નિર્મળ થાય. आत्मज्ञान फलध्यानं-आत्मज्ञानं मुक्तिदम्।
(પૂ. મહો. યશોવિજયજી મ.સા.) પરમાત્મા આપણી દષ્ટિમાં સમોવસરણ કે પ્રતિમા રૂપે આવે તો તે આકાર કે રૂપપણે આવ્યા, પણ આપણે તે રૂપમાં નિર્મોહી તરીકે આકારમાં પણ નિરાકાર પ્રભુના દર્શન કરવાના છે.
રૂપાતીત સ્વભાવ જે કેવળ દંસણનાણીરે તે ધ્યાતા નિજ આત્મા, હોય સિદ્ધગુણ ખાણીરે(૧) પ્રભુની નિર્વિકારતાને પકડી આપણે પણ નિર્વિકારી, નિર્વિકલ્પી બનવાનું છે. નિર્વિકારતાના બળે આત્માને પોતાના આત્માનું સ્વરૂપ ધ્યાનમાં લાવવાનું છે. મારો આત્મા સર્વ સંયોગ-સંબંધથી રહિત, નિરાલંબી છે માટે બીજા કોઈનું આલંબન લેવું એ આત્માનો સ્વભાવ નથી. પરની સહાય વિના જ આત્મા પૂર્ણ જ્ઞાતા અને પૂર્ણ આનંદનો ભોકતા છે. પણ હું અનાદિથી કર્મવશ હોવાને કારણે હવે મારે કર્મના બંધનથી પ્રાપ્ત સાધન મનથી છૂટવા રૂપી મનની સહાય રૂપી શ્રુતજ્ઞાન માટે લેવી પડે છે.
શુકલ ધ્યાન ભુતાલંબનારે, એ પણ સાધન દાવ વસુધર્મ ઉસમેરે ગુણ ગુણી એકસ્વભાવ. ૮
(પૂ. દેવચંદ્રજી મ.સા.) શુકલધ્યાનના પહેલા પાયા પર શ્રુતજ્ઞાનનું આલંબન એ પણ કેવલ જ્ઞાન માટેનું પરમ સાધન છે. આત્મ ગુણ- ગુણી રૂપે એક સ્વભાવરૂપ છે. ભેદ નથી. તેના વડે મારું અરૂપી નિર્મળજ્ઞાન પ્રગટાવવાનું છે.
મન અને શ્રુતજ્ઞાન કેવલ જ્ઞાનનું પરમ સાધન છે:
પૂર્ણ કેવલજ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી મનની, શ્રતની સહાય લેવી પડશે. માટે મન અને શ્રુતજ્ઞાન પણ મારા કેવલજ્ઞાનના પરમ સાધન છે તેથી તે સાધનનો માત્ર
અજીવ તત્ત્વ | 209
Page #227
--------------------------------------------------------------------------
________________
કેવલજ્ઞાન પ્રગટાવવા માટે જ મારે ઉપયોગ કરવાનો, તે પ્રણિધાન બરોબર હોય તો મોહ ફાવે નહીં. રૂપ અને આકાર એ પર આલંબન છે અને તે પ્રશસ્તમાંથી છૂટવારૂપ સાધનમાર્ગ છે એમ માની તેનાથી છૂટવાના લક્ષે અને સ્વગુણ-અરૂપી સાધ્યની સિદ્ધિનું લક્ષ સાધવામાં જેટલી પ્રબળતા તેટલી સાધનમાં સંવેગ અને સાધ્યમાં લયલીનતા પ્રગટ થાય, તેટલો મોહનો વિચ્છેદ થાય. ધ્યાન શુદ્ધ થાય અને અપૂર્વનિર્જરા થાય, તેથી રૂપ અને આકારમાંથી આત્મા છૂટતો જાય અર્થાત્ તે સંબંધી નવા કર્મ બંધાય નહીં અને અરૂપી સ્વરૂપની વૃદ્ધિ થાય.
શુદ્ધ સત્તાગત આત્મા નિરંજન, નિરાકાર, નિર્વિકાર અને નિર્વિકલ્પી છે એ પ્રમાણે સ્વાત્મ દ્રવ્યનો નિશ્ચય નહીં થાય ત્યાં સુધી આકાર, રૂપ, પર્યાય આવીને ઊભા રહેશે. આથી જ્ઞાનીઓએ બે પ્રકારના ધ્યાન કહ્યા છે. સાલંબન અને નિરાલંબન. સાધુઓને નિરાલંબન ધ્યાનની પ્રધાનતા છે. ગૃહસ્થોને આલંબન ધ્યાનની પ્રધાનતા છે.
ગૃહસ્થો અપ્રશસ્ત નિમિત્તોમાં બેઠેલા છે. તેઓ અપ્રશસ્ત પિતાપુત્રાદિ સર્વ સંબંધોના નિમિત્તોમાં સાથે રહેલા છે તેથી તેમને અપ્રશસ્તથી મુક્ત થવા પ્રશસ્ત સાલંબનરૂપ પ્રતિમા, સમોવસરણાદિ અનેક આલંબનો છે. જ્યારે સાધુઓએ અપ્રશસ્ત સંયોગોનો ત્યાગ કર્યો છે તેથી શ્રુતજ્ઞાનાદિને ધ્યાનના સાધન માની સ્વઆત્મ સ્વરૂપનું પ્રધાન આલંબન લઈ સમતા સ્વભાવમાં સ્થિરતારૂપ ધ્યાનની સિદ્ધિ કરવાની છે. જ્ઞાનસારમાં સમતાની વ્યાખ્યા પૂ. મહોપાધ્યાયજીએ આ પ્રમાણે કહી છે.
વિકલ્પવિષયોdીર્ણ, સ્વભાવાલમ્બનઃ સદા, જ્ઞાનસ્ય પરિપાકો ય, સ શમા પરિકીર્તિતઃ
'
(-૧ સમતાઅષ્ટક) આત્મા સ્વ સ્વભાવના આલંબન વડે જ્યારે ઈન્દ્રિયો આદિના વિકલ્પોથી રહિત થાય છે ત્યારે જ્ઞાનમાં માત્ર શેય હોય છે અને આત્મા પોતાના શુદ્ધ જ્ઞાતા સ્વભાવ પ્રમાણે સ્થિર બને છે. કોઈ વિકલ્પ હોતા નથી ત્યારે જ્ઞાનના ફળરૂપ સમતા સ્વભાવ પ્રગટ થાય છે. આથી અધ્યાત્મ સારમાં કહ્યું છે કે, 210 | નવ તત્ત્વ
Page #228
--------------------------------------------------------------------------
________________
आत्मज्ञानफलं ध्यानमात्ज्ञानं च मुकित्दम् માત્મજ્ઞાનાય તન્નિત્ય, યત્ન: વાર્યો મહાત્મના શા (૨૮-૧૨)
(અધ્યાત્મસાર) પરિણામ પામેલા આત્મજ્ઞાનનું ફળ આત્મધ્યાન, અને તેનું ફળ કર્મ-કષાયથી આત્માની મુકિત. માટે આત્માર્થીએ આત્મજ્ઞાન માટે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ.
“જે ધ્યાતાનિજ આત્મા, હોય સિદ્ધગુણ ખાણી.” જે પોતાના જ્ઞાનાદિ ગુણને પકડીને ધ્યાનમાં સ્થિર થાય તે જ સિદ્ધ ગુણખાણી અર્થાત્ ગુણની પૂર્ણતા તરફ તેનો વિકાસ થાય અને જે શુભ આલંબન વડે પ્રશસ્ત ધ્યાન કરે તેને પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બનશે. શ્રાવકોને વંદિતુ સુત્રમાં
જે બદ્ધમિદિએહિં, ચઉહિં કસાહિં અપ્રસચૅહિં, રાગણ વદોસણ વા વંનિદે મંચ ગરિદામિરાજા
| (વંદિતસૂત્ર) ઇંદ્રિયો વડે થયેલા અપ્રશસ્ત કષાયોનું પ્રતિક્રમણ (નિંદા ગહ) કહી છે, પણ પ્રશસ્તનું તેમને પ્રતિક્રમણ નથી. સાધુઓને પ્રશસ્ત કષાયોના અતિચારનું પ્રતિક્રમણ આવે. સાધુઓએ સર્વ સાવદ્ય યોગ – પ્રશસ્ત અને અપ્રશસ્ત કષાયો ન કરવાના પચ્ચખાણ જાવજજીવ લીધા છે, તેથી જ પરમાત્મા ગૌતમ સ્વામીને સતત કહેતા હતા કે- સમય ગોયમ મા પમાયએ- એમ સમયનો પણ તમારા પ્રત્યેના પ્રશસ્ત રાગરૂપ) પ્રમાદ ન કર. જયાં સુધી પ્રશસ્ત રાગ ન છૂટે ત્યાં સુધી તેમને પણ પ્રતિક્રમણ કરવું પડતું અને ત્યાં સુધી કેવલજ્ઞાન ન આવ્યું. જેવો પ્રશસ્ત રાગ છુટ્યો તેવું કેવલજ્ઞાન પ્રગટ થયું, તેવું પ્રતિક્રમણ આવશ્યક તેમને બંધ થયું.
બાહ્ય વાતાવરણ અનુકૂળ, શાંતિમય, સુગંધમય તો ધ્યાન સારું થાય, આ માન્યતા ભ્રામક છે. જેને વાતાવરણમાંથી શાંતિ મળે તેને વાતાવરણ બદલાતા શાંતિ જાય. આથી ગમે તેવા વાતાવરણમાં જેનું ધ્યાન ખંડિત ન થાય તે આત્મધ્યાન સાચું કહેવાય.
રૂપાતીત આત્મા કેવો છે?? રૂપાતીત આત્મદ્રવ્ય અસંખ્ય પ્રદેશી. દરેક પ્રદેશો અક્ષય, અખંડ. કોઈ પણ
અજીવ તત્વ | 21
Page #229
--------------------------------------------------------------------------
________________
करेमि भंते! 3III ,..
લગાવના જ્યાં રાગ અને દ્વેષ નથી, એવી સમભાવની
સાધનામાં તારી કૃપાથી મારો પ્રવેશ થાઓ.
Page #230
--------------------------------------------------------------------------
________________
શસ્ત્રાદિથી ખંડિત થઈ શકે નહીં. અગ્નિથી બળે નહીં, શસ્ત્રથી છેદાય કે ભેદાય તેમ નથી, તે શાશ્વત છે અને તે પ્રદેશો અરૂપી- રૂપ આકારથી રહિત, ગંધ, રસ, સ્પર્શથી રહિત તથા અગુરુલઘુ (નાના, મોટા કે લાંબા-ટૂંકા, હલકા, ભારે, ઊંચા, નીચાદિ સર્વ પર્યાયથી રહિત) તથા અવ્યાબાધ (સાતા કે અસાતા સર્વ પીડાથી રહિત. આત્મપ્રદેશોને કોઈ બીજા દ્રવ્ય, સંયોગો આદિ કોઈથી કોઈ પણ પ્રકારની પીડા થઈ શકે તેમ નથી. તેમ તે આત્મપ્રદેશોથી પણ કોઈને કોઈ પીડાય થાય તેમ નથી) છે. આવા પ્રકારની આત્માની આ સ્વરૂપ વર્તમાનમાં દશા છે જે અઘાતિ આયુષ્યાદિ ચાર કર્મોથી બીડાયેલી છે. તે ઘાતિ કર્મના સંપૂર્ણ નાશ થયા પછી જ અઘાતિનો આયુષ્ય કર્મનો નાશ થતાંની સાથે જ આત્માની શુદ્ધ સ્વરૂપ દશા પ્રગટશે. આથી વર્તમાનમાં ધ્યાન માટે અરૂપી દશાને જ્ઞાનમાં ધારણા કરીને તેનું ધ્યાન કરવાનું છે. જ્ઞાનની શુદ્ધિથી અરૂપી દશા રૂપ આત્માની પ્રતીતિ થશે. ચારિત્ર મોહના વિગમથી આત્માની સ્વભાવ દશાની અનુભૂતિ થશે. આત્માની અરૂપી દશા જો ધ્યાનમાં ન પકડે તો રૂપીની પકડ સહજ છે.
આકાર એ પુગલનો ધર્મ અને તેમાં વર્ણાદિ રહેલા છે:
આકાર માત્ર પદ્ગલનો છે. આકારમાં રૂપ સમાયેલું હોય છે. અરૂપી જીવને મોહના ઉદયે વિશેષથી-બાહ્યથી આકર્ષણ રૂપ અને આકારનું સહજ હોય છે. એમાં આત્માને આવતા વાર ન લાગે. આથી આત્માએ પુદ્ગલને ઓળખવા તેના ૧૦ પરિણામોનું જ્ઞાન જરૂરી. જો પરમાણુમાંગતિન હોયતો એકબીજા પરમાણુ એકબીજા સાથે બંધાય નહીં અને બંધાયેલા પાછા છૂટા પણ ન પડે. ભેદના કારણે પાછા છૂટા પડે અને વિવિધ સંસ્થાનરૂપે ગોઠવાઈ જાય. આત્મ સ્વભાવ અસ્થિરતાનું કારણ આ બધા પરિણામો અસ્થિર હોવાથી વિવિધ રૂપે પરિણામ પામે, આથી સંસ્થાન અનેક પ્રકારે થાય. આકારની ભિન્નતાથી, નામ ભેદ, રૂપની ભિન્નતાથી, નામની ભિન્નતાથી, બંધનની ભિન્નતાથી આમ અનેક પ્રકારની ભિન્નતાના કારણે આત્માના સ્વભાવમાં ભિન્નતા પડતા આત્મા સ્વભાવની સ્થિરતા ગુમાવે.
પરમાણુના સમૂહને વિવિધ આકારરૂપે (ડિઝાઈન રૂપે ગોઠવવું તે રંગોળી, ચિત્ર વગેરે. તેના દર્શનીય રૂપ-આકાર તૈયાર થાય પણ પવનનો ઝપાટો આવે તરત વિખરાઈ જાય, અદર્શનીય બને.
અજીવ તત્વ | 213
Page #231
--------------------------------------------------------------------------
________________
માત્ર લોટ, લાડવાનો ભુકો, મેવાના પિંડ આકર્ષણ બનતા નથી. પણ તે જ લોટની પુરી, પરોઠા, ભાખરી-અનેક આકાર, નામ ધારણ કરી તે પેંડા, બરફી આદિ ચોક્કસ આકારમાં ગોઠવાઈ જાય અને સાથે તેમાં રંગ ભળે એટલે તેની શોભા વધે તેમ તેના પ્રત્યેના ભાવ પણ બદલાય.
અશુદ્ધ આત્મદ્રવ્ય પર પુગલ દ્રવ્યની જ અસર પડેઃ પુદ્ગલ દ્રવ્ય સિવાયના દ્રવ્યો (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય) આત્મ દ્રવ્યમાં બાધક નથી. સ્વરૂપથી સમાન છે, આથી એકબીજામાં બાધક બનતા નથી. બધા અરૂપી, અક્ષય, અગુરુલઘુ અને અવ્યાબાધ. જયારે પુદ્ગલ દ્રવ્ય સ્વરૂપ અને સ્વભાવ બન્નેથી વિપરીત છે. તેથી તેના સંયોગના કારણે આત્માના સ્વભાવ અને સ્વરૂપમાં તે બાધક બને છે તેથી તેના સંયોગથી છૂટવાની જિનની આજ્ઞા છે. અરૂપી આત્મા રૂપી પુદ્ગલના સંયોગ સંબંધથી રૂપી બની ગયો છે. રૂપનો મહા ભ્રમ તેને થઈ ગયો છે.
માત્ર સંયોગ સંબંધથી આત્મા રૂપી છે પણ તાદાભ્ય સંબંધથી રૂપી નથી. જેમ અગ્નિ અને તેના સંયોગથી કાળો લોખંડ અગ્નિ જેવો જ લાલ રૂપ ધારણ કરનારોઅગ્નિમય બની જાય છે છતાં જો તેને અગ્નિનો સંયોગ આપવાનું બંધ થાય તો થોડા કાળમાં જ તે ઠંડો થઈ પાછો શ્યામ રૂપે લોખંડ થઈ જશે. અગ્નિ લોખંડથી જુદો થઈ ગયો તેમ પાણીને ગમે તેટલું ગરમ કરો, પણ જેવું ગરમ કરવાનું બંધ કરો તો તેની મેળે જ ઠંડું થઈ જાય. પાણીમાં જેમ કમળ નિરાળો રહે, તે બન્ને રૂપી હોવા છતાં કમળ નિરાળો રહી શકે તો આત્મા સ્વરૂપે અરૂપી અને શરીર રૂપી, તો તેમાં આત્મા નિરાળો કેમ ન રહી શકે?
આત્મા સ્વનો જ કર્તા - ભોકતા બને અન્યનો નહીં:
આત્મા જ્ઞાનથી લોકાલોક વ્યાપી છે. સંખ્યાથી બધા આત્મા નિરાળા છે. કોઈ આત્મા કોઈ સાથે બંધાય નહીં. દરેક આત્મામાં રહેલા જ્ઞાનાદિ ગુણો સ્વતંત્ર છે. અને દરેક આત્મા પોતાના ગુણો પોતે જ ભોગવી શકે, પણ એક આત્માના ગુણો બીજા ભોગવી શકે નહીં, કે તેના માલિક કે કર્તા પણ બની શકે નહીં. પોતે જ પોતાના ગુણોને સ્વ પુરુષાર્થ વડે જ પ્રગટાવવા પડે અને અરિહંત પરમાત્મા તેમાં નિમિત્ત સહાયક છે. 214 | નવ તત્ત્વ
Page #232
--------------------------------------------------------------------------
________________
પુદ્ગલ દ્રવ્ય પણ સ્વતંત્ર છે. તેનો અંતિમ અંશ પરમાણુ છે. તે કદી નાશ પામવાનું નથી. માત્ર પરમાણુનું ભેગા થવું તે સ્કંધ. પરમાણુની સંખ્યા આત્મદ્રવ્યથી અનંતગુણી તો પણ તે આઠમા અનંતથી અધિક નહીં, આત્માના અસંખ્ય પ્રદેશો તેમાં આઠ રુચક પ્રદેશો સિવાય છદ્મસ્થ સંસારી જીવોના સર્વ પ્રદેશ અનંતાનંત કાર્મણાદિ વર્ગણા સમૂહથી અશુદ્ધ છે.
કર્મવશ આત્મા જયારે કાશ્મણ સ્કંધ ગ્રહણ કરે ત્યારે ચોથા અનંતથી અધિક અને પાંચમા અનંતથી ઓછી એટલા પ્રમાણ સંખ્યામાંના બનેલા કાર્મણ વર્ગણાના સ્કંધને ગ્રહણ કરે, તેનાથી ઓછા સ્કંધ ન ગ્રહણ કરે.
“શાન અનંત જીવનો નિજ ગુણ, તેપુગલ આવરિયો, જે અનંત શકિતનો નાયક, તે ઈણ કાયર કરિયો. સંતો (૫)
(પુદ્ગલ ગીતા) ત્રણ ભુવનને હલાવવા અને એક સમયમાં લોકાલોક જાણવા સમર્થ, એવા અનંત શકિત રૂપ આત્માને પુદ્ગલના આવરણથી નબળો પાડી દીધો. કાયરસત્વહીન, પરાધીન બનાવી દીધો.
આત્મવીર્યનો ઉપયોગ જો કર્મ નિર્જરા માટે ન થાય તો તે કર્મબંધ માટે થાય? હવે જ્યારે અનંતા પુદ્ગલ પરાવર્તન કાળ અજ્ઞાન દશામાં પરિભ્રમણ કરી અકામ નિર્જરા વડે જયારે ચરમાવર્તકાળમાં કર્મલઘુતા થશે ત્યારે તેને પોતાના આત્મતત્ત્વ સમજવાનો ઉહાપોહ થશે. આત્મહિત તરફ દષ્ટિ જશે પણ વીર્યાન્તર કર્મના ક્ષયોપશમથી જે શકિત પ્રગટ થાય તેનો ઉપયોગ જીવ જો સ્વ આત્મહિત માટે નહીં કરે તો દીર્ઘકાળે પ્રાપ્ત મનુષ્ય ભવ પણ નિષ્ફળ જશે. અકામ નિર્જરાદિથી પ્રાપ્ત મનુષ્યભવ ફરી કર્મ બાંધી દુર્ગતિમાં ભટકશે, અજ્ઞાન-વિપર્યાસથી આત્મગુણ સંપત્તિને બદલે પુદ્ગલસ્કંધના પરિગ્રહને સંપત્તિ માની સમગ્ર શકિત તેના ગ્રહણપાલન-રક્ષણમાં વેડફી કર્મના પરિગ્રહો ગ્રહણ કરી ભટકશે. સુભૂમ ચક્રવર્તીને છ ખંડમાં સંતોષ ન થયો, બીજા છ ખંડના લોભમાં છ પૃથ્વી વટાવી સાતમી પૃથ્વીમાં (નરકમાં) કર્મસત્તા તેને દુઃખ ભોગવવા મોકલી આપે છે. પુદ્ગલની આસકિત અનંત શકિતવાન જીવને શકિતહીન-પરાધીન બનાવી દે છે. આત્માની શકિતને આત્મામાં જ રૂપાંતરિત કરીને વિશુદ્ધ આત્મ તત્વને પ્રગટ કરવાનું છે.
અજીવ તત્વ | 21s
Page #233
--------------------------------------------------------------------------
________________
આત્મહિત કરવું એટલે પુદ્ગલ પરિગ્રહમાંથી આત્મા ને છોડાવવો તે જ મોક્ષ.
સર્વ સંયોગો - વિયોગ જન્ય-સંયોગમાં જેટલો બંધાય તેના કરતા તેના વિયોગમાં તેના પ્રત્યેના મોહ-મમતાના બંધનના કારણે વધારે બંધાય. પુરુષ નામ સાર્થક ક્યારે થાય??
સ્નેહના બંધન ઘણા ભવો સુધી ચાલે. સંયોગ આત્મા માટે પીડાનું મુખ્ય કારણ છે. આ વાત સર્વશની જેને સમજાય તે સંયોગોથી છૂટી આત્મા સાથે પ્રીતિ બાંધશે અને તે શાશ્વત પ્રીતિ બની રહે તે માટે સર્વ પુદ્ગલજન્ય (ઉપાધિજન્ય) સંયોગોને છોડવા પુરુષાર્થ આદરશે અને પોતાનું પુરુષ નામ સાર્થક કરશે. હે જીવ જે તારું નથી તે તારું થવાનું નથી પણ અવશ્ય તને ઉપાધિ કરાવશે તેને તું તે જાય પહેલા જ છોડીને પ્રાપ્ત મનુષ્યભવ સફળ કર. દુર્લભ એવું આત્મહિત સાધવાનું આ આવશ્યક કર્તવ્ય તે બીજા ભવમાં શકય નથી.
કર્મોના ઉદયથી પ્રાપ્ત સંયોગમાં મિથ્યાત્વ મોહે મારાપણાની, સુખપણાની બુદ્ધિ કરાવી. તે સંયોગો છૂટી ન જાય, ચાલ્યા ન જાય, પણ વધારે મજબુત કરાવી તેમાં સુખાભાસનો અનુભવ કરાવી ચારિત્ર મોહનીય પળે પળે જીવને મુંઝવશે અને કર્મ બંધનની ગાંઠ વધુને વધુ મજબુત બનાવશે.
મોહથી મુક્ત થવાનો ઉપાય સર્વજ્ઞાતત્ત્વ-ચરણનું શરણઃ
માટે હે આત્મન મોહની જાળમાંથી મુકત થવાનો પરમ પુરુષાર્થ આદર અને તે માટે સર્વજ્ઞ પરમાત્માનું શરણ પકડ. તેના તત્ત્વ-ચરણને પકડ. તારી જ્ઞાનદષ્ટિ ખૂલશે. સ્વ-પર સ્વરૂપ સમજાશે. મુંઝાવાનું અટકશે અને મોહથી મુકિતના ઉપાયો પ્રાપ્ત થશે. ગુણોનો સ્વામી બની પરમાનંદનો ભોકતા બનીશ. શુદ્ધ તથાપિ ચરણે યતસે ન ભિક્ષો! તો પરિગ્રહભરો નરાર્થમેવ.
(અધ્યાત્મક કલ્પદ્રુમ-૯) જો તું શુદ્ધ સંયમમાં પ્રયત્ન નહીં કરીશ તો તારું સંયમ ઉપકરણાદિ પરિગ્રહરૂપ થઈનરક માટે થશે. જો તું ચેતીશ નહીં, આત્મહિતની ઉપેક્ષા કે આત્માનું વિસ્મરણ કરીશ તો તારા ભાવ પ્રાણોનો નાશ. દીક્ષાના વેશમાં સાધુથી, ગચ્છાધિપતિના પદમાં પણ પરિગ્રહથી પીડાઈશ. સર્વ બાહ્ય-અત્યંતર પરિગ્રહથી મુક્ત થવાને 216 | નવ તત્ત્વ
Page #234
--------------------------------------------------------------------------
________________
મળેલું સાધુ પદ પણ ઉપધિ, શિષ્ય, પુસ્તક, પદ, ભકત, પ્રતિષ્ઠાદિથી પરિગ્રહના ભારથી ભારી બની ભવ સમુદ્રમાં ડૂબાડશે.
જીવમાં સૌપ્રથમ મુક્તિ અદ્વેષ આવે પછી ભવ રાગ ઘટે અર્થાત્ શરીર સુખનો રાગ તે ભવનું મૂળિયું છે એ શરીર ભવ મૂળ છે. પુગલ સુખ રાગ ઓછો ન થાય ત્યાં સુધી આત્મા સ્વાત્મ સન્મુખ બનતો નથી, ત્યાં સુધી ગ્રંથિ ભેદ નહીં થઈ શકે.
જ્યાં સુધી સ્વગુણોને અનુભવવાની ઝંખના નહીં, ત્યાં સુધી સાચો પુરુષાર્થ પ્રગટ થશે નહીં, ત્યાં સુધી ભવની પરંપરા તોડવા સમર્થ નહીં થાય. ગુણની અનુભૂતિથી જ જીવ સકામ નિર્જરા વિશેષથી કરી જલદી મુકિત તરફ પ્રયાણ આદરી શકે. કદાચ સંઘયણ બળના અભાવે એ જ ભવમાં મુકિત ન મળે તો પણ મુકિતની અપૂર્વ ઝંખના પૂર્વક કરાતી સાધના - પ/૬/૭ ગુણઠાણે મુકિતનો તીવ્ર અનુબંધ પાડી એક બે ભવમાં પણ સામગ્રીની પૂર્ણતા પામી મુકિતને વરે. અનુપમા પાંચમા આરામાં છેલ્લા સંઘયણમાં દેશવિરતિ અપૂર્વ સંવેગપૂર્વકની આરાધના વડે મુકિતના અનુબંધ પાડવા વડે સીધા મહાવિદેહમાં ઉત્પન્ન થયા અને ૯મા વર્ષે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મુકિત રજીસ્ટર કરાવી લીધી.
કુતૂહલવૃત્તિ ભાવ અપ્રમત્ત સાધનામાં બાધક:
મુકિત માટે સ્વભાવની રમણતાના ધ્યેયપૂર્વક પુરુષાર્થ કરવાનો છે, નહિતર મોહરાજાની ચતુરાઈમાં ફસાતા વાર નહીં લાગે. ક્રિયામાં દ્રવ્ય-ભાવથી અપ્રમત્તતા નહીં આવે. શકિત પ્રગટે છે છતાં પ્રમાદનાકારણે ઉત્સાહનહીં રહે. લોભમોહનીયના ઉદયમાં શરીર (ગુણ દ્રવ્યાદિ) અપ્રમત્ત નહીં. કદાચ ક્રિયામાં અપ્રમત્તતા કેળવી લે પણ ભાવથી અપ્રમત્ત થવામાં કુતૂહલ વૃત્તિ કંઈક જોવાની – સુકુમાલિકા સાધ્વી, કાઉસ્સગ્ગ ધ્યાન, ઉદ્યાનમાં રહી દૂર ગોખલામાં પાંચ પુરુષથી સેવાતી વેશ્યાનું દશ્ય જોયું. ત્યાં દષ્ટિ સ્થિર થઈ. નિયાણું કર્યું. પ્રસન્નચંદ્ર રાજર્ષિ – અપ્રમત્તપણે સૂર્ય સામે દષ્ટિ કરી આતાપના અવસ્થામાં હોવા છતાં માત્ર સૈનિકના મુખે સાંભળવા માત્રથી પુત્ર રાગ ઉત્પન્ન થતાં કાઉસ્સગ ધ્યાનમાં જ યુદ્ધ ચડયા.
લોભ વૃત્તિના વિકારરૂપ કુતૂહલ વૃત્તિથી પુગલ ભાવના આકર્ષણના કારણે અરૂપી આત્મ દ્રવ્યને બદલે પુગલ સમૂહરૂપ આકાર, રંગાદિમાં અટવાઈ જતા વાર લાગે નહીં આથી પુદ્ગલના સંસ્થાના પરિણામની વિશેષ વિચારણા જરૂરી.
અજીવ તત્ત્વ | 217
Page #235
--------------------------------------------------------------------------
________________
પત્રલ દ્રવ્યના સંસ્થાન આકાર રૂપે થવાનું કારણ શું?:
પુદ્ગલનો અંતિમ ભાગ અવિભાજય. જેનો હવે વિભાગ ન કરી શકાય તે પરમાણુ. આ પરમાણુ સ્વતંત્ર રૂપે છે. તેનો કોઈ આકાર નિયત નથી. તે પરમાણુ રૂપે થતાં ઇંદ્રિય ગ્રાહ્ય નથી એટલો તે સૂક્ષ્મ છે. દરેક પરમાણુ ગતિ સ્વભાવ રૂપ છે તેથી સતત ગતિ કરતા હોય, સાથે પરમાણુમાં ગ્રહણ પરિણામ, બીજા પરમાણુને ગ્રહણ કરવા, ધારી રાખવા જેવા હોય છે જે આત્મામાં નથી. આથી શુદ્ધાત્મા બીજા આત્મા સાથે કે પુદ્ગલ-વર્ગણા સાથે બંધાતા નથી. જયારે પુદ્ગલ ગતિ સાથે ગ્રહણ પરિણામ અને સાથે બંધ પરિણામ છે. આથી પરમાણુ એકલા સ્વતંત્ર લાંબો સમય રહેતા નથી તરત બીજા સાથે બંધાઈ જાય. આથી ગતિ અને ગ્રહણ સ્વભાવને કારણે તથા બંધ પરિણામને કારણે એક પરમાણુ બીજા પરમાણુ એમ સંખ્યાત કે અસંખ્યાત કે અનંતાનંત પરમાણુ-ગ્રહણ અને બંધથી તે સ્કંધ (પિંડ) રૂપે થાય. આથી તે વિવિધ – પિંડ કે સ્કંધ રૂપે જે રીતે રચના થાય તે પ્રમાણે તેનો સંસ્થાન (આકાર) કહેવાય.
પુદ્ગલનો બીજો સ્વભાવ મોચન પરિણામ” –છૂટા પડી જવું. પરમાણુ સદા માટે જે રીતે બંધાય તે રીતે સદા બંધાઈને રહેતા નથી પણ અમુક સંખ્યાત કે અસંખ્યાત કાળે કે તરત પણ તે છૂટા પડે - તે તેમનો ભેદ પરિણામ છે. જે સંસ્થાન રૂપે એક વખત બંધાયા, તે રૂપે તે સંસ્થાન (આકાર) સદા પુદ્ગલનો કયારે પણ રહે નહીં. શાશ્વત પ્રતિમામાં માત્ર આકાર શાશ્વત રહે પણ તેમાં રહેલા પરમાણુઓ છૂટા પડી તેવાને તેવા બીજા પરમાણુ ગોઠવાઈ જાય.
પુદ્ગલના બંધ પરિણામ જે રીતે સંસ્થાન (આકારપણા)ને પામે તે જ ભેદ પરિણામથી જુદા આકારપણાને પામે. જેમ શેરડી આકારે લાંબી તે જ ટુકડા રૂપે જુદા આકારને ધારણ કરે. આમ પુદ્ગલના એક પરિણામ બીજા પરિણામ રૂપ થવામાં કારણ બને. જ્યારે આત્મા નિરાકાર નિરંજન હોવા છતાં કર્મને વશ હોય ત્યાં સુધી પુલના જ ગતિ, બંધ, ભેદાદિ પરિણામે યોગરૂપ અને સંસ્થાનરૂપે પરિણામ પામે છે.
એક પરમાણુ બીજા પરમાણુ સાથે ભેગા ન થાય તો તે બંધાય નહીં. તેમ આત્મવીર્ય પણ પરમાં ન પરિણમે તો તેને પણ કર્મનો કે પુદ્ગલનો બંધ ન થાય. યોગ એ ગ્રહણ રૂપ અને મોચન - છુટા થવાથી ભેદ પરિણામ છે.
218 | નવ તત્ત્વ
Page #236
--------------------------------------------------------------------------
________________
પુદ્ગલમાં ગતિના કારણે બંધ અને ભેદ, યોગ અને વિયોગરૂપે પરિણમન થાય અને સંસ્થાન પરિણામ પણ ગતિ, બંધ અને ભેદના કારણે જ થાય છે. આત્મા પણ માત્ર ઊર્ધ્વગતિ પરિણામવાળો હોવા છતાં પોતાના પરિણામનો અજ્ઞાત અને જાણવા છતાં તે પ્રમાણે પ્રયત્ન ન કરવાને કારણે આત્મા અનાદિથી પુદ્ગલના પરિણામરૂપે પરિણમવા વડે ૧૪ રાજલોકમાં પરિભ્રમણ કરી રહ્યા છે. આથી પોતાના તથા પુદ્ગલના પરિણામોનું ભેદજ્ઞાન મેળવી અને પુદ્ગલના પરિણામરૂપે ન થવારૂપ અને માત્ર પોતાના જ્ઞાનાદિગુણ પરિણામો પ્રમાણે પરિણામવવારૂપ જીવન જીવવાનું, જે માત્ર મનુષ્યભવ સિવાય ક્યાંય શક્ય નથી. તો તે પ્રમાણે જીવન જીવવાનો દઢ સંકલ્પ કરી અને તે પ્રમાણે જીવવાનો જો પૂર્ણ પ્રયત્ન થાય તો જ મનુષ્યભવ સફળ થાય. સર્વજ્ઞ પરમાત્માએ જે મોક્ષ માર્ગ ફરમાવ્યો છે તે પણ આ પુગલના પરિણામોથી છૂટવા અને આત્માના પરિણામરૂપ થવાની આજ્ઞારૂપ ફરમાવ્યો છે. આથી આજ્ઞાયોગનિષેધ અને વિધાન રૂપજ છે. પુગલના પરિણામરૂપ સંસારયોગ ન થવા રૂપ, નિષેધાત્મક અને થયેલા તે પ્રમાણે સંસાર યોગમાંથી છૂટવા અને જ્ઞાનાદિ આત્મ સ્વભાવ પ્રમાણે થવા રૂપ વિધેયાત્મક આજ્ઞા યોગ છે.
“મારૂવાળો ગોળો સંવે, विरूवरूवे फासे पडिसंवेदई"
(આચારાંગ સૂત્ર-૯) જે પોતાનું સ્વરૂપ જાણતા નથી તે અજ્ઞાત જીવો અનેક સંકટ વિકટ સહન કરે છે અર્થાત્ ઢંકાયેલી કે ખુલ્લી જ્યાં જીવ દારિકાદિ વર્ગણા સાથે મિશ્ર (જોડાવારૂપ) જે યોનિ, નવા દેહરૂપ જન્મધારણ કરવારૂપ મહાપીડા ભોગવવારૂપ નવો જન્મ ન ધારણ કરવો, અને હવે બીજાને પણ તે જન્મ ન આપવા રૂપ જિનાજ્ઞા છે.
जन्म जरामरणमाद्यैः पीडितमालोक्य विश्वमनगारा निःसङगत्वम् कृत्वा ध्यानार्थे भावना जग्मुः।
(આચારાંગટીકા) • સાધુ ધર્મનો ઉપદેશ શા માટે?
જન્મ-જરા, મરણાદિ પીડાથી પીડિત લોક જોઈને વીરપ્રભુએ તેને પીડા આપવામાં આપણે નિમિત્ત ન બનીએ અને આપણો આત્મા પણ સદા તે પીડાથી
અજીવ તત્વ | 219
Page #237
--------------------------------------------------------------------------
________________
મુક્ત બને તે માટે અણગાર ધર્મનો અર્થાત્ સર્વ સંગના ત્યાગ કરી નિઃસંગરૂપ આધિ-વ્યાધિ-ઉપાધિ રહિત એવા - અવ્યાબાધ સુખના શાશ્વતધામ એવી સિદ્ધાવસ્થા પ્રગટાવવા માટે, છ કાચના સર્વ જીવોને અભયદાન રૂપ અને સર્વ કષાયના ત્યાગ નિમિત્ત સર્વ સંયોગ સંબંધના ત્યાગરૂપ નિઃસંગ અર્થાત્ આત્મસ્વભાવમાં સ્થિરતારૂપ ધ્યાન અવસ્થાના સ્વીકારરૂપ સાધુપણાનો આશારૂપ ઉપદેશ ફરમાવ્યો છે. જે સાધુપણામાં કોઈના જન્મ, જરા કે મરણ રૂપ પિડામાં નિમિત્ત ન બનવારૂપ અને સ્વ સ્વભાવમાં સદા આનંદમય રમણતારૂપ જીવન જીવવાનું કોઈની પીડામાં નિમિત્ત ન બનવા રૂપ જીવન. જે જગતમાં આશ્ચર્યકારી છે. સાધુ સદા સુખીયા ભલા, દુઃખીયા નહીં લવલેશ.’
काले अणाइ-निहणे, जोणी गहणम्मि भीषणे इत्थ। भमिया भमिहिंति चिरं, जीवा जिण वयणमलहंता।।४९।।
| (જીવવિચાર પ્રકરણ) અનાદિ અનંતકાળથી કર્મવશ જીવ વેદનાથી ભયંકર સ્વરૂપવાળી ૮૪ લાખ યોનિમાં (જન્મ-મરણ રૂપ સંસારમાં) જિન વચનના સ્વીકાર, પાલન અને આત્મસાત્ કર્યા વિના દીર્ઘકાળથી ભમ્યો અને દીર્ઘ કાળ ભમશે, માટે સંસારથી બચવા તેના તરણતારણ શરણરૂપ એક જિનવચન જ લાગવું જોઈએ. અન્યથા શરણં નાસ્તિ.'
જન્મ દુઃખ રૂપ - આથી જન્મની ઉજવણી ન થાય?
જન્મરૂપે થવું એટલે કાર્મણ-તૈજસ શરીરયુક્ત જીવનું જે તે સ્થાનમાં જઈ ત્યાં પૂર્વકર્માનુંસારી ઓદારિક કે વૈક્રિય પુદ્ગલોના કાર્મણ શરીર વડે ગ્રહણ કરી-તત લોઢાના ગોળા જેમ પુદ્ગલોને કામણ શરીર સાથે મિશ્ર કરવા, એકમેક કરવા તે. (યોનિ)-નવા શરીર રૂપે ઉત્પન્ન થવા રૂપ જન્મ અર્થાત્ પર ગ્રહણરૂપ વ્યવહાર કરવાનો જીવનો સ્વભાવ ન હોવા છતાં કર્મવશ જીવ સ્વાત્મ વીર્યનું કાર્મણ શરીર રૂપ કાયયોગ વડે દારિકાદિ વર્ગણા ગ્રહણ તથા શરીરરૂપે પરિણમન - જે આત્મા હવે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને આકારરૂપ-દેહ રૂપે પરિણમશે, ત્યારે પૂર્વ ગ્રહણ કરેલ અને હવે ગ્રહણ થતા વિશુદ્ધ વર્ણ, ગંધ, સ્પેશ આદિના કારણે જીવને તે વખતે ભયંકર પીડાનું સંવેદન થશે. જીવ પોતાના સ્વભાવ વિરુદ્ધ ગ્રહણ, પર પરિણમન, વિસર્જન પરસ્પર પુદ્ગલરૂપે બંધાવવા તથા છોડવાદિ સર્વ વિભાવદશારૂપ થવાથી 220 | નવ તત્વ
Page #238
--------------------------------------------------------------------------
________________
ભયંકર પીડા પામે છે અને તે અનુભવાતી પીડાનો જ ફરી બંધ પડે છે. ઉદય વખતે અસાતારૂપ પીડા આપે. આમ જન્મ પીડારૂપ, તેનું ફળ પણ દુઃખ, અને પરંપરા પણ દુઃખ અને જીવ જ્યારે પોતે જન્મે ત્યારે બીજા પણ ૨ થી ૯ લાખ ગર્ભજ જીવો અને બીજા પણ અસંજ્ઞી જીવોનો જન્મ થાય, માત્ર એક-બે બચે, બાકી બધા મૃત્યુ પામે. આથી સ્ત્રીયોનિને જન્મ-મરણનાં યંત્રરૂપે કહ્યું છે. પોતાના જન્મ વખતે સાથે ઉત્પન્ન થયેલા કેટલાય જીવોના મૃત્યુ પર અજ્ઞાની જીવો જન્મોત્સવ ઊજવી આનંદ વ્યકત કરે છે. આથી જિનની આજ્ઞા જન્મ લેવા જેવો કે બીજાને દેવા જેવો કે જન્મની અનુમોદના કરી તેનો આનંદ ઉજવવા જેવો નથી, આથી મહાત્માઓ પણ જન્મદિવસની ઉજવણી ન કરે, ચારિત્રની જ અનુમોદના કરે. જે જીવોને ગર્ભાવસ્થામાં ભાન આવે છે તેઓ જન્મવા તૈયાર થતાં નથી, બહાર આવ્યા પછી તેઓ મૌન રહે છે અને તક મળે હવે અજન્મા માટે જ ગર્ભમાં અભિગ્રહ ધારણ કરે. અહીં સાધના માટે તૈયાર થઈ એવું અનુપમ જીવન જીવે કે જેને કારણે નવમા વર્ષે જ કેવલજ્ઞાન પામી, ભવભ્રમણનો અંત આણી, શુદ્ધ સિદ્ધાવસ્થા પ્રગટ કરી પ્રાપ્ત મનુષ્યભવ અજન્મા બની સફળ કરનારા બને.
મરણ દુઃખરૂપ શા માટે? :
ગ્રહણ પુદ્ગલરૂપના બંધરૂપે સંયોગરૂપ થયેલા દ્રવ્ય પ્રાણના વિયોગ રૂપે થવું તે મરણ. જે જન્મરૂપે મનુષ્યાદિ પર્યાય અવસ્થારૂપે જીવ થયો તે અવસ્થાને પોતાની માનીને, તે અવસ્થા રહેવા રૂપે જે મમતા-આસક્તિ હિંસાદિ અનેક પાપો કરવા રૂપે જે જે વિભાવ અવસ્થા જીવની જ્યારે જ્યારે થઈ ત્યારે ત્યારે તેનું મોહની પીડા ભોગવવારૂપ ભાવમરણ સતત ચાલુ થયું અને તે ભાવપીડા વડે નવા ભવોના જન્મ અને મરણની ફરી પીડા ભોગવવારૂપ સંસાર સર્જન થયું. આમ જન્મ કરતાં મરણ અવસ્થા મોહના પોષણના કારણે વધારે પીડા અનુભવવારૂપ છે. તેના પ્રત્યે જેને જેને મોહના સંબંધ બંધાયા તેઓ પણ વિયોગ વખતે મરણરૂપ પીડાનો અનુભવ કરનારા થાય.
તે જ રીતે મૃત્યુ પણ દુઃખરૂપાદિ તેથી સ્વનું મરણ કરવા જેવું નહીં બીજાનું મરણ કરાવવું નહીં અને કરતા હોય તેની આનંદ-અનુમોદના કરવી નહીં. આથી જન્મમાં હરખાવાય નહીં અને મરણનો શોક કરાય નહીં. પૂજામાં% &શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાર્ય શ્રીમતે જિનેકાય જલાદિક યજામહે સ્વાહા.
અજીવ તત્વ | 221
Page #239
--------------------------------------------------------------------------
________________
તીર્થંકર પરમાત્માના જન્મોત્સવ શા માટે? તીર્થંકર પરમાત્માનો આત્મા માતાની કુક્ષિમાં આવે ત્યારે માતાને પીડા ન આપે, તથા જગતના જીવોમાં જે નરકાદિ ભયંકર પીડા ભોગવી રહ્યા છે તેમને પણ ક્ષણભર (બે ઘડી) પીડા બંધ કરવામાં અને સર્વપીડામાં મુક્તિના કારણરૂપ સમ્યક્રદર્શન પ્રગટ થવામાં પણ નિમિત્તભૂત કારણ બને તથા તેમને હવે પછી ક્યારે જન્મ-ભવ ધારણ કરવાનો નથી તથા અજન્મા બનવાની સાધના કરી અને જગતના જીવોને પણ અજન્મા બનવાનો જ ઉપદેશ ફરમાવવા દ્વારા જગત પર મહાઉપકાર અને સ્વયં સદા જન્મ-મરણની પીડામાંથી મુક્ત થવારૂપ સ્વોપકાર કરનારા થશે. તેથી તેમનો જન્માભિષેક આદિ જન્મોત્સવ પણ આપણને અજન્મા બનવામાં નિમિત્ત બને તેથી તેમના જન્માભિષેકની ઉજવણી કરવી જોઈએ એથી ૬૪ ઈન્દ્ર દેવો પણ વિશિષ્ટ પ્રકારે મેરૂ પર્વત પર જન્માભિષેક અને નંદિશ્વર દ્વિપમાં અઠ્ઠાઈ મહોત્સવ વગેરે ઉજવણી કરે.
પુદ્ગલના પરિણામ ગતિ, ગ્રહણ અને બંધ એ યોગરૂપે જન્મ અને છોડવું એટલે શરીરરૂપે ગ્રહણ કરેલ પરમાણુઓ આત્મામાંથી નીકળતા જ બધા ભેદ રૂપે છૂટા પડતા તે વિયોગરૂપ મરણ કે સંયોગરૂપ જન્મ કે સંસ્થાન રૂપ આત્મા નથી. પણ અનુત્પન્ન-અજર, અમર, અયોગી, અરૂપી, નિરંજન, નિરાકાર અને નિર્વિકાર પરમાનંદી છે. • મનુષ્ય ભવ સફળ કયારે થાય ?
મિથ્યાત્વનો ક્ષયોપશમ થવા વડે સર્વજ્ઞ તત્ત્વ વડે સ્વાત્માનો હેયોપાદેય રુચિપૂર્વકનો જો નિર્ણય થાય કે સર્વ સંગરહિત એવો આત્મા અનાદિથી પુગલો સાથે એકમેકરૂપ અભેદભાવને પામેલો છે અને આ મનુષ્યભવ સિવાય કોઈપણ ભવમાં આત્મા સર્વથા મુગલ સાથેનો ભેદ કરી સત્તાગત સિદ્ધાવસ્થા પ્રગટાવી શકશે નહીં અને તે સિદ્ધાવસ્થા પ્રગટાવવા જ જિનશાસન - જિનાજ્ઞા છે, તો જીવને જિનાજ્ઞાપાલનનો અપૂર્વ ઉલ્લાસ પ્રગટશે અને આત્માને છેતર્યા વિના જિનાજ્ઞાની આરાધના કરવા પ્રયત્નશીલ બની પ્રાપ્ત મનુષ્યભવ સફળ કરશે.
ભેદજ્ઞાનની પ્રધાન દષ્ટિથી અર્થાત્ પુદ્ગલના ૧૦ પરિણામો અને આત્માના પરિણામોના નિશ્ચયથી પુદ્ગલના પરિણામમાં આદર આકર્ષણ રુચિ અટકે. પરમાણુ – પરમાણુ બંધાય ક્યારે, જ્યારે બન્ને પરમાણુમાં સ્વભાવની રસાદિની
222 | નવ તત્વ
Page #240
--------------------------------------------------------------------------
________________
વિષમતા હોય. સમાન હોય તો ન બંધાય. જેમ લોહચુંબકમાં ચુંબકત્વ શક્તિ હોય તો તે લોખંડની રજને પકડી લે પણ ચુંબકત્વશક્તિના હોય તો પકડી શકે નહીં. તેમ આત્મા પણ સ્વજોયના જ્ઞાતા અને સ્વના ભોકતા પરિણામ સ્વભાવમાં ન રહે પરંતુ પરના જ્ઞાતા-પરના ભોકતા વિભાવ રૂપે થવા જાય ત્યારે તેને પણ કર્મબંધ થાય.
જેમ અનુકૂળશીતળકોમળવાતાવરણગમી જશે અને પ્રતિકૂળ ઉષ્ણ વાતાવરણ પણ નહીં ગમે તો તરત કર્મબંધ થશે. સમતા ગઈ-ગમો અણગમો થયો. પુદ્ગલના વિવિધ પિંડનું જુદા-જુદા આકારનું જ્ઞાન થયું ને તેમાં પણ ગમો અણગમો થાય તો તરત કર્મબંધ શરૂ. આથી ભેદજ્ઞાન ઉપયોગમાં આત્માના સ્વભાવનો ભેદન થાય તેનો સતત ઉપયોગ-રુચિ જરૂરી. નહીં તો સતત કર્મબંધ અને તેના વિપાકરૂપે ગતિ, બંધ, ભેદ અને સંસ્થાનાદિ પુદ્ગલપર્યાય રૂપે આત્માને પરિણમવું પડે છે આત્માના સ્વભાવ વિરુદ્ધ છે.
(૪) સંસ્થાન-આકાર પરિણામ: જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય ચારેય અરૂપી, નિરાકાર, નિરંજન, નિર્લેપ દ્રવ્યો છે. તેથી બંધ, ભેદ, સંસ્થાનાદિ પરિણામથી રહિત અને જીવાસ્તિકાય માત્ર ઊર્ધ્વ ગતિ પરિણામી છે તે બધામાં નથી. પુગલના આકાર બે રૂપેઃ અ) નિયત બ) અનિયતા
અ) નિયત નિયતકાર પાંચ પ્રકારે ઃ ૧) પરિમંડલ ૨) વૃત્ત ૩) ત્રિકોણ ૪) ચતુષ્કોણ ૫) આયાત.
૧) પરિમંડલ સંસ્થાન : (બંગડી ગોળ) પરિ = ચારે તરફ, મંડળ ગોળાકાર રૂપ-ચારે બાજુથી વલાયાકાર. વચ્ચે પોલાણ રહે તે રૂપે પરમાણુઓનું ગોઠવાઈ જવું. બંગડી, કાચ, પ્લાસ્ટીક, લાકડું, ચાંદી, સોના, રત્ન, હીરાદિરૂપ વિવિધ રીતે પરમાણુઓનું વલયાકાર રૂપે ગોઠવાયેલા જડ પરમાણુના ઢગલા માનવાને બદલે તેને તે બંગડી રૂપે જ માનશે અને તે મોહના કારણરૂપ બનશે.
પરમાણુએ પોતાના ગતિ-બંધ સ્વભાવને કારણે તે પ્રમાણે ગોઠવાઈને એક વિશિષ્ટ આકાર ધારણ કર્યો છે. બંગડી જેટલી મોટી, કાચાદિ ઉત્તરોતર વિશેષ પરમાણુ વાળી તેમ તે લોકમાં કિંમતિ, આદરને પાત્ર બને. તેમાં જેટલા રંગ,
અજીવ તત્વ | 223
Page #241
--------------------------------------------------------------------------
________________
કળાકારીગરી આદિ જેટલી વિશેષ તેટલી તે વધારે આદર, બહુમાન, આકર્ષણ રૂપ ઉપાદેય ભાવને પામે. જે રાગ-રતિ માટે થાય અને આત્મા પોતાના વીતરાગ સ્વભાવમાં, સમતા, નિર્વિકાર સ્વભાવનો ઉપયોગ ન રહે તો તે સ્વભાવમાં ભેદ અને તેના પ્રતાપે કર્મ બંધ શરૂ.
જેમ જેમ આકારને જુએ તેમ તેમ આત્મા પોતાના વીતરાગ સ્વભાવ, સમતા, નિર્વિકાર, સ્વભાવના ઉપયોગમાં ન રહેતા મોહના ઉદયે આકાર રંગાદિમાં આકર્ષાયો. આકાર, ડિઝાઈન ગમવાનું કારણ શું? પરમાણુઓ રંગબેરંગી રૂપ અને જુદા જુદા ડિઝાઈન રૂપે ગોઠવાયા છે માટે ગમે, પણ આત્માનો સ્વભાવ શું? આત્માનો સ્વભાવ અને માત્ર શેય રૂપે જાણવાનો છે. પુદ્ગલનો સ્વભાવ છે બંધાઈ જવાનો અને અમુક કાળ પછી જુદા થવાનો, ભેદાઈ જવાનો. આમાં આપણે એને ટીકીટીકીને જોયું તો તેમાં બંધાઈ ગયા માટે સાધુને હવે જોવા જાણવાનું પણ બંધ. કુતૂહલથી પણ જોવાનું નથી. જિન મંદિરમાં પણ પરમાત્મામાં રહેલી વીતરાગતાને જોવાની છે. માત્ર આંગીના દર્શન કરવા જવાનું નથી. સાધુએ તો માત્ર અધ્યાત્મિકતામાં રહેવાનું છે. મંદિરાદિના નિર્માણ કાર્યમાં શિલ્પના પણ જાણકાર શ્રાવકો હોય તો સાધુએ તેમાં ન પડાય. જરૂર પડે સંયમ મર્યાદામાં રહી શાસ્ત્ર અનુસાર માર્ગદર્શન આપે. પુદ્ગલનો સ્વભાવ હતો તેને આત્માએ પકડી લીધો. આખું જગત આકારથી ભરેલું છે. આત્મા નિર્વિકાર, નિરાકાર છે તેથી આત્માએ તેમાં પડવાનું નથી. વર્તમાનમાં આત્મા આકાર ને રૂપવાળો બન્યો છે અને અનાદિથી અંદર રાગાદિની વાસનાઓ ભરેલી છે તેથી રૂપ, આકાર નજર સમક્ષ આવતાં અંદરની વાસનાઓ જાગ્રત થાય છે. • સચનેક હાથી અને 14 શરીહારના રાગે ભયંકર યુદ્ધની આગ પ્રગટી:
શ્રેણીક રાજાએ કોણિકને રાજ્ય આપ્યું, હલ્લ-વિહલ્લને સચેન, હાથી, ચેલણાને ૧૮ શેરી હાર અને અભયકુમારની માતા નંદાને દિવ્ય બે ગોળા આપ્યા નંદા ક્રોધાવેશમાં આવી બોલ્યા શું હું નાનો બાળક છું. મને રમવાના રમકડારૂપ બે ગોળા આપ્યા, એમ કહી નીચે ફેંક્યા. ગોળા તૂટતા તેમાંથી બે દિવ્યકુંડળ નીકળતા રાજી થઈને લઈ લીધા. માત્ર વૃતાકાર ગોળા નહોતા ગમ્યા, ક્રોધ-દ્વેષ, અરતિને જીવ આધીન થયો અને તે જ દિવ્ય કુંડલ-વિશિષ્ટ આકાર, ડીઝાઈનને જોઈ રાગ, રતિને આધીન થયો. પણ અભયકુમારે “રાજેશ્વરી નરકેશ્વરી'ની શ્રદ્ધાથી રાજ્ય ન 224 | નવ તત્ત્વ
Page #242
--------------------------------------------------------------------------
________________
લેતા સંયમ સામ્રાજ્યનો સ્વીકાર કર્યો તેની સાથે માતા નંદાએ પણ દીક્ષાનો સ્વીકાર કર્યો, હલ્લ-વિહલ્લને સચેનક હાથી તથા ૧૮ શેરીહાર તેમને મળ્યા. તેઓ સચેનક હાથી પર અંતઃપુર સાથે જ્યારે રાજમાર્ગો પરથી પસાર થયા ત્યારે તે સર્વલોકમાં આદરને પાત્ર બન્યા, કોણિક તો નામથી રાજા રાજાશાહી તો હલ્લ-વિહલ ભોગવે છે. આવો વર્ણવાદ લોકમુખે સાંભળીને તથા સચેન, હાથી, રાણીઓને વિવિધ ક્રિડા કરાવતો તથા દિવ્યકુંડળ હારથી શોભિત આ દશ્ય જોઈ કોણિક પત્ની પદ્માવતીને ઈષ્ય પ્રગટ થઈ. તે દિવ્યકુંડલાદિ પોતાને મળે તે માટે કોણિકને કાનભંભેરણી કરવા વડે યુદ્ધનું મંડાણ થયું. જેમાં ૧ ક્રોડ ૮૦ લાખ લોકોનો સંહાર જેમાં ૧૦ હજાર માત્ર તિર્યંચગતિમાં (માછલીની યોનિમાં) બાકીના કોણિકના ૧૦ ભાઈઓ તથા અન્ય સૈનિકો નરકમાં ગયા. ચેટક રાજાએ કુવામાં પડી અનશન કર્યું. ધરણેન્દ્ર તેને પોતાના દેવલોકમાં લઈ ગયો ત્યાં તેણે પ્રાણ છોડ્યા. મોટામાં મોટું યુદ્ધ થવાનું કારણ માત્ર પુદ્ગલનો ગમો અને પ્રગટેલી ઈર્ષ્યા.
(૨) વૃત્ત સંસ્થાન : વૃત્ત (ગોળ-દડો) વચમાં પોલો અથવા ઘન પણ હોય પરમાણુઓ જ્યાં ચારે તરફથી પૂર્ણરૂપે ભરાઈ જાય. દા.ત. લાડુ, લોખંડનો ગોળો તેમાં જેટલા પરમાણુના સ્નિગ્ધથી, વધારે તે રુક્ષ પુદ્ગલ સાથે જલદી અને દીર્ઘકાળ સુધી જોડાઈને રહે. પણ જોડાયેલા પરમાણુ પાછા જુદા પડવારૂપ ભેદ થયા જ કરે. લોખંડમાં કાટ થાય તે કાટ ખર્યા કરે તેમ લોઢું પાતળુ થાય. લાડવામાંથી પણ પરમાણુ છૂટા પડે. એવું ને એવું તે કદી રહે નહીં, પરાવર્તન ભેદ સ્વભાવને કારણે થાય. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાઈ પણ જાય, અમુક કાળ પછી લાડવો અભક્ષ્ય થાય કારણ કે વર્ણગંધાદિમાં પરિવર્તન આવે. પરમાણુ પરિવર્તન સ્વભાવ વાળા હોવાથી સંખ્યારૂપે પણ વધે ઘટે, વર્ણગંધાદિનું પરિવર્તન-વધ ઘટ થયા કરે. જો આ ભેદ જ્ઞાનથી આત્મા ભાવિત અને સ્વ સ્વભાવમાં સ્થિર ન થાય તો મહારાગાદિનું કારણ બને. જેમ કોણિક પત્ની પદ્માવતીને “દિવ્યકુંડલ, ૧૮ શેરી હાર, કળાવાન સચેનક હાથી” ગમી જવાને કારણે તે મેળવવા ઈષ્ય અસૂયાદિ કષાયને પરવશ બની કોણિકને ઉશ્કેરી, તેને ભાઈઓ સામે યુદ્ધ કરાવ્યું અને ૧ ક્રોડ ૮૦ લાખ જીવો તે યુદ્ધમાં મરી દુર્ગતિના મુસાફર બન્યા તે બધામાં નિમિત્તભૂત બની.
ભેદજ્ઞાન સફળ કયારે ? ભેદજ્ઞાન સફળ ત્યારે જ કહેવાય જયારે ભવનો ભેદ કરવામાં તે સહાયક થાય.
અજીવ તત્વ | 225
Page #243
--------------------------------------------------------------------------
________________
ભવ-શરીર, પુદ્ગલના પિંડ જે વિવિધ આકારે રૂપે ગોઠવાતા જાય તેમાં જો આત્મા પોતાને ભૂલી જાય તો પુદ્ગલનો આકારાદિનો સ્વભાવ આત્માના સ્વભાવમાં ભેદ કરે. આથી પુદ્ગલના આકારાદિ જોતા જ હું આત્મ દ્રવ્ય નિરાકાર, નિરંજનાદિ રૂપે ઉપયોગ રહેવો જોઈએ, નહીં તો આકારમાં આકર્ષણ રૂપે આદર, બહુમાન, ઉપાદેયતા ભાવ આવતા આત્મા પોતાની વીતરાગતા, નિરાકારતા ભૂલી જાય તે આત્માનો મોટો ગુનો. પુદ્ગલના આકારને જોવું તે આત્માનો ગુનો નથી. શેયના જ્ઞાતા બનવું તે આત્માનો સ્વભાવ છે. પણ નિરાકાર, વીતરાગ આત્માને ભૂલી જવું તે ગુનો છે. આત્મ જાગૃતિ ન રહી અને આત્માને ભૂલી આકારમાં અટવાઈ જઈ અરૂપી આત્મા-રૂપ, આકારાદિ પર્યાયને પામે તેવા કર્મબંધ કરનારો થાય. વિવેકી આત્મા કર્મ છોડનારો થાય અથવા છોડવાના અનુબંધ પાડે. નિસીહ બોલીને પ્રવેશ શા માટે? કોનો નિષેધ સૂચવે છે? જિનાજ્ઞા માત્ર બે સ્વરૂપે, નિષેધવિધાન રૂપ. આત્માના દોષો-નિષેધ રૂપ અને આત્માના ગુણો-તે જ વિધાન કરવા યોગ્ય અર્થાત્ દેહ અને દેહની શોભા શણગારનો નિષેધ અને ગુણોથી આત્માને શોભા શણગારવાનું વિધાન.
નિસિહી વિધાન શા માટે : નિશીહિ બોલીને પ્રભુના ગૃહમાં વ્યવહારે પ્રવેશ છે. નિયથી સ્વાત્મગૃહમાં પ્રવેશ કરવાનો છે. આ લઘુકર્મી આત્માઓને જ જિનાજ્ઞા સ્પર્શે. તેજપાલની પત્ની અનુપમા સંઘ સહિત જુનાગઢ ગયા, ત્યાં તેમનાથ પ્રભુના દર્શન કરતા જ પ્રભુને ઘરેણા વિનાના પણ કેવલજ્ઞાનાદિના ગુણ ઘરેણાથી અત્યંત શોભાયમાન જોઈ તેમનું મન નાચી ઊઠ્યું અને જ્યાં સ્વદેહ પર દષ્ટિ પડી અને ૩ર લાખના કિંમતી હીરા, માણેક, રત્નોના હારથી શોભાયમાન દેહ જોતા નિરીતિનું સ્મરણ થયું. “આ દેહ-હું નહીં. રત્નો આદિના ભારથી મારો આત્મા ભાર વહન કરવારૂપ મજૂર બની ઉપાધિવહન કરનારો બન્યો, કેવલજ્ઞાનાદિ રત્નોને બદલે આ પત્થર રત્નોનો ભાર વહન કરવાના? પ્રભુની નિર્વિકારતા, નિરાગતા, પ્રસન્ન મુદ્રા મળી ગઈ, રત્નો દેહાદિ હેય લાગ્યા, તો તે ભાર ત્યાં ને ત્યાં ઉતારી પ્રભુને તેનાથી સુશોભિત કરી, પ્રભુની દ્રવ્યભક્તિ ભાવપૂર્વક કરી, ઉપાધિનો ભાર ઉતાર્યોનો આનંદ અનુભવ્યો અને તેના બદલામાં કેવલજ્ઞાનાદિ નિરુપાધિક રત્ન પ્રાપ્તિનો અનુબંધ મજબૂત કર્યો.
(૩) ત્રિકોણ સંસ્થાન ઃ ત્રણ ખૂણાવાળો ત્રિકોણ. શિંગોડા રૂપ સંસ્થાના 226 | નવ તત્વ
Page #244
--------------------------------------------------------------------------
________________
પરમાણુના જથ્થાને આકારે જેટલા કાળ સુધી રહે તે ત્રિકોણ-ત્રણ ખૂણાવાળું સંસ્થાના
(૪) ચતુષ્કોણ સંસ્થાન : ચાર ખૂણા. ચારે તરફ સમાન હોય. આમ ચારે આંતરા સમાન હોય ત્યારે સમચતુષ્કોણ સંસ્થાન આકાર કહેવાય, તીર્થકર પરમાત્માના શરીરનો આકાર આ આકારે હોય. વિષમ ન હોય. પૂર્વે તેઓએ સમસ્વભાવમાં રહેવાનો પુરુષાર્થ કર્યો અને પુદ્ગલભાવોમાં રહેવા છતાં તેનો અતિ આદર ન કર્યો, હેય માન્યો. પણ પૂર્વે સંપૂર્ણ આકારમાંથી નિરાકાર ન થઈ શકયા તેથી તેમને પણ આકારમય સંસ્થાનમાં પૂરાવું પડ્યું. અનુબંધ તો નિરાકારનો જ પાડયો અર્થાત્ દેહાકાર પુદ્ગલ યોગમાં રહેવા છતાં દેહનો રૂપાદિનો આદર નહીં પણ તેમાંથી જલદી છૂટી માત્ર આત્મભાવમાં રહેવાનું પ્રણિધાન મજબૂત હોવાથી, તેના જ અનુબંધ પડવાથી વર્તમાન દેહાદિ પ્રકૃષ્ટ પૌદ્ગલિકયોગ સંબંધ હોવા છતાં આ જ ભવમાં દેહથી આકારાદિ સર્વ પુલ ભાવથી અતીત થઈ ગયા. આવા પ્રભુના ધ્યાનથી આપણામાં પણ દેહાતીત થવાનો ભાવ-રુચિ પ્રગટ થાય તે માટે જિનપ્રભુના દર્શન, વંદન, પૂજનાદિ, વ્યવહાર ધર્મની આરાધનાનું ફરમાન છે. ગૃહસ્થોને દ્રવ્ય ભાવપૂજા અને સાધુને માત્ર ભાવપૂજાની આજ્ઞા (વચનયોગ) પાલનરૂપ ભાવપૂજા છે. મુનિ જિનદર્શન શા માટે કરે?
“પરમ ચરણ સંવર ધરુંજી, સર્વ જાણજિન દિ8; શુચિસમતા રુચિ ઉપજેજી, વેમુનીને ઈ.”
(પૂ. દેવચંદ્રજી મ.સા.) જિનેશ્વર પરમાત્મા ચારિત્રનો સ્વીકાર કરી અપ્રમત્તપણે તેનું પાલન કરી યથાખ્યાત (ક્ષાયિક) ચારિત્રરૂપ વીતરાગ અને તેના ફળરૂપ સર્વજ્ઞ બની ગયા તો તેમના દર્શનથી સાધુ પણ ચારિત્ર (સામાયિક) સ્વીકાર કરે. હવે તેનું અપ્રમત્તભાવે પાલન કરવા વડે (નિરતીચાર ચારિત્ર) યથાખ્યાત ચારિત્ર પાલન કરવારૂપ વીતરાગ થવાનું છે, તથા શ્રુતજ્ઞાન (સ્વાધ્યાય)ની આરાધના વડે સર્વજ્ઞ બનવાનું છે, તેનો સાધુને સતત ઉપયોગ, જાગૃતિ રસ, રુચિ થાય અને તે માટે પ્રયત્નવાળા થઈ અપ્રમત્ત બને તે માટે જિનદર્શન કરવાના છે. પરમાત્માની મુદ્રા સમચતુસ્ત્ર સંસ્થાનરૂપ જોઈ વિચારે કે, પૂર્વે પ્રભુએ ક્ષાયિક સમતાના કેવા અનુબંધ કર્યા કે પ્રભુને સમતામાં સહાયક એવા જ દેહની પ્રાપ્તિ થઈ. તેઓ દેહમાં મોહથી અટવાયા નહીં અને સમતાની અખંડ સાધના કરી. હું પણ દેહ ભાવને ભૂલીને આત્મભાવને
અજીવ તત્વ 227
Page #245
--------------------------------------------------------------------------
________________
પકડી લઉં, દેહાતિત થઈ જાઉં.
(૫) લંબચોરસ સંસ્થાન (આયાત) દંડની જેમ લાંબુ હોય અથ લંબાકાર (દીધી.
(બ) બાકી અનિયત રૂપે સંસ્થાન : શરીરનું સંસ્થાન નિયત અને અનિયત બરૂપે. ગર્ભમાં જન્મ પામે ત્યારે શરીર ચોખાના ઓસામણ બિંદુ માત્ર. ૭ દિવસે કલલ રૂપે, પ્રથમ માસે (કર્ષીપલ પ્રમાણ) માંસપેશી થાય. બીજા માસે (ઘનમાંસ) પીંડરૂપ થાય. ચોથા માસે બે હાથ, બે પગ, અને પાંચમાં માસે માથું અર્થાત્ પાંચ અંગ આમ આઠ માસે ગર્ભમાં શરીર પૂર્ણ થાય. જમ્યા પછી શરીરની જે ઉંચાઈ, જે આકાર આદિ હોય તે દિવસો વધે તેમ લાંબા આદિ વિવિધ પ્રકારે ફેરફાર થાય. યૌવનમાં શરીર પૂર્ણ વધે. વળી વૃદ્ધાવસ્થામાં તે જર્જરિત થાય અને ઉંમર વધે તેમ શરીર, રૂપ, ઉંચાઈ, આકારાદિ ઘટવા પણ માંડે.
વૃષભની વૃદ્ધાવસ્થા જોઈ રાજા કરકંડુ પ્રત્યેક બુદ્ધ થયા:
રાજા કરકંડુના ગોકુળમાં એક વાછરડું શ્વેતવર્ણવાળું, શરીરથી ભરાવદાર રાજાને અત્યંત ગમી ગયું. તે વાછરડાનું સારી રીતે લાલન-પાલન કરવું, તેની માતાનું બધું દૂધ પાવું તથા બીજી ગાયનું પણ દૂધ પાવું પણ ઘાસ નહીં આપવું. રાજાના આદેશ પ્રમાણે વાછરડાની માવજત થતાં યોવનમાં તેની હાઈટ બધા કરતા ઊંચી, માંસથી શરીર ભરાવદાર, હાડકા દેખાતા નથી, શીંગડા ઊંચા અત્યંત શોભાયમાન, રાજા તેને જોઈ રાજી થાય. બીજા બળદો સાથે યુદ્ધ કરાવે. કોઈ તેને જીતી શકે નહીં. રાજા વિશેષ ખુશ થાય.
રાજાને રાજ્યના કાર્યાર્થે બહાર જવાને કારણે ઘણો કાળ વીતી ગયો. બળદને ન જોયો, આવીને યાદ આવતા રાજા તેને જોવા ગયો. તો એક વૃદ્ધ બળદ નાના વાછરડાથી ઘર્ષણ પામતો, જેના હાડકા માત્ર દેખાય છે, આંખમાં આંસુ વહે છે, અશક્ત-જેમ તેમ ઉઠે, ચાલી ન શકે, શરીર કરચલીથી જર્જરિત, જોવો ન ગમે તેવા વૃદ્ધ બળદને જોઈ રાજાએ ગોવાળને પૂછ્યું કે પેલો બળદ ક્યાં ગયો? ગોવાળે કહ્યું આ તે જ બળદ છે જેને દૂધ પાઈને મોટો કર્યો. વૃદ્ધાવસ્થાથી તેની આવી સ્થિતિ થઈ છે. આ સાંભળી રાજાએ બાહ્ય અનિત્યતાની વિચારણા કરી. આ શરીર, વય, ઊંચાઈ, રૂપ, વૈભવ કદી એક સરખા રહેતા નથી. રાજ્ય ઋદ્ધિ બધું અનિત્ય છે. મારું જીવન પણ અનિત્ય તો તે જર્જરિત ન થાય તે પહેલા આત્મકલ્યાણ સાધી લઉં એમ વિચારી રાજાએ સ્વયં લોચ કર્યો, દેવોએ તેમને વેશ આપ્યો ને તે પ્રત્યેક બુદ્ધ થયા.
228 | નવ તત્વ
Page #246
--------------------------------------------------------------------------
________________
(૫) વર્ણ (૩૫) પરિણામ : આપણે પુદ્ગલના ૧૦ પરિણામોની વિચારણા કરીએ છીએ. વર્ણ એ પાંચમું પરિણામ છે. પુદ્ગલનું પ્રધાન લક્ષણ વર્ણ છે. રૂપિણ પગલા:II (તત્વાર્થ સૂત્રઃ ૫-૪) જેમ આત્માનું પ્રધાન લક્ષણ ચેતના કે ઉપયોગ છે તેમ પુદ્ગલને ઓળખવાનું મુખ્ય લક્ષણ રૂપ છે. જેમ આત્માને ઓળખવા આત્માના પાંચ લક્ષણો છે – જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય, તેમ પુદ્ગલને ઓળખવા તેના સામાન્ય ચાર લક્ષણો છે – વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. દરેક પરમાણુમાં આ ચાર લક્ષણો અવશ્ય હોય. પરમાણુ શાશ્વત છે. તેમાં રહેલા વર્ણાદિ સદા તેની સાથે રહે છે પણ તે વર્ણાદિ પરિવર્તન સ્વરૂપ છે. એક વર્ણ કે એક જ સ્પર્શ તે પરમાણુમાં કાયમી ન રહે. જેમકે લાલ વર્ણ, તે જ પરમાણુમાં સદા રહે એવું નહીં. તેનું પરિવર્તન થઈ જાય. તે લાલ વર્ણ પીળો કે સફેદ કે કાળાદિ પાંચ વર્ણમાંથી કોઈ એકમાં પરિવર્તન પામી સદા રહે પણ તે જ રહે તેવું નહીં. આથી તે અનિત્ય પરિવર્તનશીલ કહેવાય.
વર્ણનું મુખ્ય કાર્ય વળ્યો (મહૂયતે) વસ્તુનેન તિવUT : જેનાથી વસ્તુ વિશેષ શોભાયમાન થાય તે વર્ણ. વર્ણ માત્ર પુદ્ગલ દ્રવ્યમાં જ છે. બાકીના ધર્માસ્તિકાયાદિ બધા દ્રવ્યો અરૂપી છે. તેથી વર્ણથી શોભામાત્ર પુદ્ગલની જ થાય, આત્માની શોભા ન થાય.
અનાદિકાળથી અરૂપી નિરાકાર આત્મા આયુષ્ય નામાદિ કર્મથી તે દેહ, રૂપ આકારને ધારણ કરવાને કારણે તેને જ પોતાનું સ્વરૂપ માનીને તે રીતે જ જીવી રહ્યો છે. હવે હું અરૂપી છું એવું સ્મરણ પણ દુષ્કર. નામકર્મના ઉદયે જે રૂપી પુદ્ગલમય અવસ્થા મળી તે ચર્મચક્ષુથી સ્પષ્ટ તેને જોવા મળે અને ગંધ, રસ, સ્પર્શાદિનો સતત અનુભવ થાય તેથી આત્મ રમણતા અતિ દુર્લભ, તેમાં મુખ્ય બાધક પુદ્ગલનું રૂપ. મોહને આધીન જીવ નામકર્મના ઉદયે પ્રાપ્ત આકાર અને રૂપમાં પોતાની શોભા માની રૂપ, આકારની સજાવટમાં પોતાની શકિત, સમયનો વિશેષથી ઉપયોગ કરશે.
પામીની સ્ત્રી સામે મુનિની નિર્વિકાર દષ્ટિ જોઈ ઈલાચી કેવલી બન્યા?
ઈલાચીકુમાર શ્રેષ્ઠી કુળમાં ઉત્પન્ન થયાં છતાં રૂપવાન નટડી પાછળ કુલ, મર્યાદા છોડી નટ બન્યા. ગામે ગામે નગરે નગરે નટ બની દોરડા પર નાચવાનું કામ નટડીને રીઝવવા કરે છે. રાજા પણ નટડીમાં આસકત બનવાના કારણે દોરડા પર
અજીવ તત્વ | 229
Page #247
--------------------------------------------------------------------------
________________
જીવ સટોસટના ખેલ કરવા છતાં નટ પર પ્રસન્ન થતાં નથી, ઈનામ આપતાં નથી અને નટ રાજાને રીઝવવા પોતાની બધી જ કળા અજમાવવામાં બાકી રાખતો નથી. તે જ વખતે નટ બનેલા ઈલાચીની દષ્ટિ સામે આવેલા શ્રેષ્ઠીના ઘરમાં પડી અદ્દભૂત દશા, પદ્મીની નાર રૂપના અંબાર જેવી, સુવર્ણ આભૂષણોથી અધિક શોભાયમાન દેહ અને ભકિત વિભોર ભાવ પૂર્વક મોદકનો થાળ લઈ તપસ્વી, કૃશ ગાત્ર અને વસ્ત્ર મલીનપણાથી જેનું સંયમ શોભી રહ્યું છે તેવા સાધુને ભિક્ષા વહોરાવી રહી છે અને સાધુપણાની ચર્યામાં પ્રવિણ-એષણા દષ્ટિ યુકત સાધુ મોદકના આગ્રહને કુકરાવતા, એકાંત, રૂપ બધું હોવા છતાં દષ્ટિમાં નિર્વિકારનો ઝળહળતો તેજ નારી રૂપની ઉપેક્ષા કરી પરસ્પર આત્મ દષ્ટિ અને સંયમની ઉભયપક્ષે મર્યાદા અને મર્યાદાના દર્શન થતાં ઈલાચીકુમારની દષ્ટિ પણ નિર્વિકારને પામી. પોતાના રૂપ, આસકિત પર ધિક્કાર છુટયો. મુનિ અને સ્ત્રીની સંયમ અને ભકિતની અનુમોદનાની ભાવના પરથી શુક્લ ધ્યાનની શ્રેણીએ ચઢી કેવલલક્ષ્મીને વર્યા.
આકારની શોભા વધારનાર રૂ૫ની આસકિતને તોડવા શું કરશો?
પર્યાયદષ્ટિ ફેરવી તત્ત્વદષ્ટિ કેળવો. દ્રવ્યની પર્યાય અવસ્થા જો તમારી દષ્ટિમાં સ્થિર થશે તો ત્યાં મોહ સહજ તમારા પર અસર કરશે. પુદ્ગલના પરિણામો જેમ જેમ ફરે તેમ તેમ તમારા સ્વભાવ પરિણામો ફરતા વાર નહીં. ધોમ તડકામાં ખુલ્લા પગે ચાલવાનું થાય અને લાંબો રસ્તો હોય અને કોઈ ઝાડાદિ કે છાપરાદિ કંઈ ન દેખાય ત્યારે શરીરને સાતા આપવાની અપેક્ષાવાળો મનમાં અરતિ-વ્યાકુળતા વધારશે, માર્ગ કેમ જલદી કપાય, રસ્તો કેટલો લાંબો, તેમાં ભાંગેલા રોડ આવે તો અરતિ વધે. સરકાર, મ્યુનિસિપાલટી વગેરે માટે મનમાં અનેક વિચારોની હારમાળા ચાલુ થાય. પણ જેવો ઘટાદાર લીલુંછમ ઓટલાવાળું વડલાનું વૃક્ષ જોવામાં આવે કે તરત આંખને ઠંડક થાય. તેમાં ય વડલાની લગાતાર હારમાળા જોવામાં આવે તો પગમાં જોર આવી જાય અને તાપથી ઠંડક મળ્યાના આશયથી અરતિ ઉકળાટ વધવાનું અટકી જાય. હજી વડલા આગળ પહોંચ્યા નથી છતાં અનુકૂળતા મળવાની આશા થકી અરતિ-વ્યાકુળતાના વિકલ્પોથી અટકે અને અનુકૂળતા મળવાના કારણે રતિ પરિણામ અર્થાત્ ગમો થાય. ત્યાં સ્થિરતાનો ભાવ આવે. તાપના દુઃખથી બચવાથી શીતળતાનું સુખ મળવાથી આનંદ થાય. પુદ્ગલના સંયોગનો કેવો પ્રભાવ? અરતિના પરિણામ કાઢવા પ્રથમ સમકિતના પરિણામ લાવવા પડે 230 નવ તત્ત્વ
Page #248
--------------------------------------------------------------------------
________________
અને સમકિતના પરિણામ લાવવા સર્વજ્ઞ તત્ત્વનું શરણું – કેવલિ પનzત્ત ધર્મ શરણં પવજામિ-સ્વીકારવું પડે. સ્વાત્મ સ્વભાવ અને પુદ્ગલના સ્વભાવનો નિર્ણય જરૂરી. દરેક વસ્તુને માત્ર પર્યાય દષ્ટિથી નહીં પણ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી વિચારવી. તત્ત્વ દષ્ટિ રાગ-દ્વેષને અટકાવનાર થાય. ‘વસ્તુ વાસ્તુ વિચારતા મન પામે વિશ્રામ' તત્ત્વદષ્ટિથી વિકલ્પો શાંત થાય.
પરમાણુમાં વ્યવહારે એક અને નિશ સત્તારૂપે પાંચ વર્ણ છે.
દરેક પુદ્ગલ સ્કંધનો અંતિમ અંશ પરમાણુ. દરેક પરમાણુમાં વ્યવહારે એક વર્ણ છે અને નિશ્ચયથી સત્તાએ પાંચ વર્ણ છે. જ્યારે સ્કંધમાં પાંચ વર્ણ પણ હોય. એક પરમાણુમાં લાલ વર્ણ છે પણ તે સદા એ રહે તેવો નિયમ નહીં. તે લાલ વર્ણ લીલો, પીળો અને સફેદ પણ થાય. પ્રત્યેક વનસ્પતિ ઉગતી વખતે તેના અંકુર લાલ હોય પછી તે લીલા થાય, પછી પરિપકવ થાય ત્યારે પીળા પણ થાય. ડાળીથી પડી ગયા પછી કાળા કે સફેદ પણ થાય, તેમ સ્કંધમાં એક સાથે પાંચે વર્ણ ભેગા પણ હોય. ભમરો પપ્પદી કહેવાય. સૂર્યના કિરણ સપ્તરંગી કહેવાય. આમ કેમ? જો સત્તામાં ન હોય તો ક્રમે કે એક સાથે બધા રંગો ન થાય. જેમ દૂધમાં ઘી છે છતાં ન પણ દેખાય. પણ પ્રક્રિયા દ્વારા તે ઘી નીકળે.
“પગલનો જે કરે સંગ, તેનો નિત્ય રે રંગ,
જે આત્માનો કરે સંગ તેને ચડે ગુણોનો રંગ.” આમ વર્ણ પરિવર્તનશીલ. તે પુદ્ગલની શોભા વધારનાર બને તેમ શોભા બગાડનાર પણ બને. આથી જે પુદ્ગલથી પોતાની શોભા માને, પોતે માનેલા વર્ણ રૂપે વસ્તુ પ્રાપ્ત થઈ તેમાં સુખ માને અને તે સુખથી વિપરીત થાય તો દુઃખી થાય. તત્ત્વ દષ્ટિવાળાને બન્નેમાં સમાધિ-સમતા ભાવ હોય. ગમે તેટલું રૂપવાન મુખરોગમાં વિવર્ણને પામે, શોકમાં શ્યામપણાને પામે, વ્યવહારમાં ગમે તેટલું બગડે તો પણ તત્ત્વ દષ્ટિ જીવનું આત્મ સૌંદર્ય બગડે નહીં અને તેની તેને ચિંતા પણ નહીં અર્થાત્ તત્ત્વદષ્ટિવાળો સમતાભાવમાં રહે.
સનકુમાર ચક્રવર્તીએ બાહ્યરૂપ બગડેલું જોતા આંતરસૌદર્યની સાધના શરૂ કરી:
સનતકુમારના રૂપનાં ઈન્દ્ર વખાણ કર્યા, દેવો પરીક્ષા માટે આવ્યા, રૂપનું અભિમાન થયું. તરત રૂપ-૧૬ રોગથી વિવર્ણને પામ્યું. સનકુમાર ચેતી ગયા,
અજીવ તત્વ | 231
Page #249
--------------------------------------------------------------------------
________________
રૂપની અનિત્યતા સમજી તેને સુધારવાને બદલે નિત્ય આત્માને સુધારવા સંયમતપમાં લાગી ગયા. રૂપ બગડવાનો ખેદ રતિ-અરતિ ગઈ. પુદ્ગલથી આત્મામાં જે મોહનો રોગ પ્રગટયો તેને દૂર કરવા જ જિનાજ્ઞાનો સ્વીકાર કરી ૭૦૦ વર્ષ તપ વડે અનેક લબ્ધિ પ્રાપ્ત થઈ છતાં તેનું પણ બહુમાન નહીં. આત્માની અનંત ગુણ સંપત્તિ સમજાઈ અને તેને જ પ્રગટાવવાનું અનુભવવાનું લક્ષ આવતા બાકીનું બધું ગૌણ બને.
પુદ્ગલના ૧૦ પરિણામો જીવ માટે પીડાના કારણભૂત બને. જો જીવ પોતાના પરિણામને છોડીને પુલના પરિણામોમય બને, તેની સાથે રહે, તેમાંજ આનંદ અનુમોદન કરે તો તે મોહની પુષ્ટિનું કારણ બને અને તેથી મોહના ઉદય અને મોહના બંધ વડે આત્મા વર્તમાનમાં નિર્મળ આનંદને બદલે પીડા ભોગવે. ભાવિમાં તે જ પીડા ભોગવવાનું કર્મ બંધ પણ થાય. પગલના પરિણામો આત્મામાં મોહ કઈ રીતે જગાડે?
જો કોઈ પણ વસ્તુને દ્રવ્ય, ગુણ અને પર્યાયથી ન જોતા માત્ર પર્યાય દષ્ટિથી જોવામાં આવે ત્યારે દષ્ટિ મોહપ્રધાન બને છે. તેથી તે વસ્તુનો નિર્ણય પર્યાયથી જ કરે ત્યારે મિથ્યાત્વથી જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ છે.
જેમ ઈલાચીને રૂપવાન નટડીને જોઈ તેને તેના પ્રત્યે આકર્ષણ જાગ્યું. તે તેને ઉપાદેય લાગી. તેથી માતા-પિતાદિ બધાને અવગણીને કુળ મર્યાદા છોડી તેની પાછળ ભાગ્યો. રૂપ શરીરમાં છે તેથી શરીર કિંમતી-રૂપથી શરીરની શોભા વધી. શરીરનો સારા તરીકે સ્વીકાર થયો, વસ્તુ ઈષ્ટ લાગવી તે મિથ્યાત્વનો ઉદય. આચારાંગ શાસ્ત્રમાં પુદ્ગલના ગુણોને કામ ગુણ તરીકે કહ્યા છે. ને પુછે मूलठाणे, जे मूलठाणे से गुणे।।
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ એ પાંચ કામગુણો છે, તે વિષયો છે અને તેનું મૂળ કષાય-અર્થાત્ રૂપાદિ પુદ્ગલમાં સુખ બુદ્ધિ પ્રગટી તો તે ગુણ જીવ માટે કામ (વિષય) થઈ ગયા. પુદ્ગલ ગુણને સુખરૂપ માનવા તે મિથ્યાત્વ અને સુખ માની તેની ઈચ્છા કરવી તે ચારિત્ર મોહ. ઈલાચીએ નટડીને રૂપવાન માની, સ્ત્રી સુખ રૂપ માનીતે મિથ્યાત્વનો ઉદય અને તેને મેળવવાની ઈચ્છા કરી તે ચારિત્ર મોહના ઉદય રૂપ. શરીર એ પુદ્ગલ છે ને એક વસ્તુ છે. તેમાં સફેદ રૂપ તેનો પર્યાય કાળો છે. જો શરીરનો વર્ણ કાળો હોય તો ન ગમે.
232 | નવ તત્ત્વ
Page #250
--------------------------------------------------------------------------
________________
અનુપમા અનેક ગુણોથી યુકત છતાં તે ચામડીથી શ્યામ, તેથી તેજપાલને ન ગમ્યા પણ તે જ અનુપમામાં જયારે આત્મ ગુણના દર્શન થયા ત્યારે તેજપાલ અનુપમા સિવાય બીજી પત્ની કરવા ઈચ્છતો પણ નથી.
આત્માનો સ્વભાવ વસ્તુને વસ્તુ તરીકે જોવા-જાણવી. પુદ્ગલનો પુદ્ગલ તરીકે અને જીવનો જીવ તરીકે સ્વીકાર કરવો. એનામાં રહેલા ગુણને ગુણ તરીકે જાણવા, પણ સારા-નરસાનો આક્ષેપ કરવો તે મોહનો ઉદય છે. શરીરમાં રૂપને રૂપ તરીકે જાણવું તે આત્માનો ધર્મ, પણ કાળો વર્ણ ખરાબ અને ગોરો વર્ણ સારો તે આરોપ કરવો તે મોહનો ઉદય છે, તે મોહ દષ્ટિ.
કપડાનો પ્રયોજનરૂપ વ્યવહાર ક્યારે ગણાય?
વસ્તુનું પ્રયોજન શરીર સમાધિ, સંયમના કારણ રૂપ, મોહ દષ્ટિ નહીં. જેમકે કપડા-કાંબળીની જરૂર શરીરને ગરમી-ઠંડીથી સમાધિ, જીવોની જયણા પળાય, શીલની રક્ષા થાય અને મોતનું કારણ ન બને એ લક્ષ લેવાય તો પ્રયોજન રૂપ વ્યવહાર થયો. પણ શરીરની અનુકૂળતા, શોભા, લોકમાં સારા દેખાવાની દષ્ટિથી પસંદગી કરો તો તે વિષય રૂપ બની જાય.
સાધુ-શ્રાવકના કપડા સંબંધિ વ્યવહાર મર્યાદા જુદી.
સાધુ સંયમ પ્રધાન, અલ્પ મૂલ્ય, જીર્ણ-શીર્ણ, નિર્દોષ, શીલ રક્ષા અને સમાધિના કારણભૂત ગવેષણા પૂર્વક જ વસ્ત્રાદિ ધારણ કરે. (ફાટેલા, સાંધાવાળા ન પહેરાય)
ગૃહસ્થોને પોતાના મોભા પ્રમાણે, કુલ મર્યાદા પ્રમાણે ઉચિત વેશ. તેમાં પણ શીલ અને સમાધિની પ્રધાનતા જરૂરી.
સાધનો રંગ કાળો શા માટે?
જગત કાળાને ધોળા કરે, સાધુ ઘોળાને કાળો કરે. વિવર્ણ કરે. કારણ સાધુએ રૂપાતીત, દેહાતીત, ચોગાતીત રૂપે સિદ્ધ સ્વરૂપ થવાની સાધના કરવાની છે. તેથી બધા રૂપથી અલિપ્ત થવાનું છે, માટે સાધુ જીવનમાં શરીરની શોભા રૂપ સ્નાન ન કરે, શરીર પરનો મેલ ન ઉતારે, કપડા પણ રોજ નહીં ધોવાના, ઉત્કૃષ્ટ તો વર્ષમાં એક વખત વરસાદનાનેવાના પાણીથી ધુએ. જીર્ણ-શીર્ણ લે એટલે ફાટે કે પરઠવી દે. મલ પરિષહ સહન કરવાનો છે. આથી સિદ્ધરાજે હેમચંદ્રાચાર્યને મલ્લધારીનું બિરુદ
અજીવ તત્ત્વ | 233
Page #251
--------------------------------------------------------------------------
________________
આપેલ. તેઓ કપડા પણ જાડા પહેરતા. સાધુએ કપડા રંગવાના નહીં. રંગીન કપડા નહીં પહેરવાના.રંગનોરાગઉતારવાનો. સંયમઅનેજ્ઞાનાદિ ગુણથીવાસિત થવાનું છે.
સાધુનો સમગ્ર વ્યવહાર વિષયોથી છૂટવાનો અને સંયમ પર્યાયની વૃદ્ધિ માટેનો જ સર્વા પરમાત્માએ ફરમાવ્યો છે. પંચવર્ષીય જગતથી (લોક) છૂટવા માટે પંચપરમેષ્ઠિના વર્ણ પાંચ, અપ્રશસ્ત વર્ણથી છૂટવા પ્રશસ્ત આલંબન રૂપે તે પંચ વર્ણ વ્યવહારમાં ધારણ કરનારા પાંચ પરમેષ્ઠિને પકડવાના છે અને તેમના આત્મામાં રહેલા પાંચ ગુણોને પકડી સ્વયં નિશ્ચયથી રૂપાતીત થવા ગુણમય બનવાનું છે.
નામ દરસન, નામ ફરસન રસ બંધ કછુ નાહ, આનંદઘન ચેતનમય મૂરતિ સેવક જન બલિ જાય.
(પૂ. આનંદઘનજી) હું દર્શન અર્થાત્ બીજાને જોવા માટે રૂપ નથી, સ્પર્શ નથી કે ખાટા, મીઠા રસ રૂપ કે સુગંધી-દુર્ગધી ગંધ રૂપ પણ નથી. હું ઇંદ્રિયોથી અતીત એવો આત્માથી જ આત્મા અનુભવ યોગ્ય ચેતનામય આનંદથી ભરેલો આત્મા છું, તો ઈન્દ્રિયોથી પકડાતા રૂપાદિ પાંચ વિષયોમાં આત્મા બંધાઈ કઈ રીતે? જેમ-જેમ ઈન્દ્રિયોથી વિષયોને પકડવા જાય તેમ-તેમ આત્મા મોહથી બંધાતો જાય તેથી તે પીડા પામે. માટે પાંચ વિષયોથી છૂટે અને સ્વગુણમય બને તો જ આત્મા આનંદ અનુભવે.
આકાર-રૂપને કોણ પકડે? આંખ વગર રૂપકે આકાર પકડાય નહીં. આંખ વગર તેનું જ્ઞાન ન થાય. આંખ દ્વારા આત્માની બહાર આકાર અને વર્ગમાં જઈ ત્યાં સ્થિર થવા પ્રયત્ન કરે. અર્થાત્ અંતરાત્મા મટી બહિરાત્મા થાય. ઇંદ્રિય મળી તે (ઈ) આત્માને પાસે જવા અર્થાત્ ઇંદ્રિયોને વિષય વેદનાથી છોડાવી સદા આત્માના ગુણોમાં રમણતા કરવાની છે.
જે આત્માઓએ ઇંદ્રિયો વડે સર્વજ્ઞ વચન રૂપ શ્રુતજ્ઞાનના બળે આત્માને ઓળખી, ઇંદ્રિયોના વિષયોથી વિમુખ બની, ઇંદ્રિયાતીત આત્મગુણોના અનુભવ માટે ધ્યાન યોગમાં સ્થિર થઈ આત્માની રમણતા માણી બહિરાત્મા મટી અંતરાત્મામાં આવી મહાત્મા બની પરમાત્મા પદની પ્રાપ્તિ માટે જીવન જીવી ધન્ય બન્યા. પણ જેઓ ઇંદ્રિયો દ્વારા વિષયોમાં આકર્ષાઈ તેના ભોગવટામાં સુખાભાસ
234 નવ તત્ત્વ
Page #252
--------------------------------------------------------------------------
________________
માણતા તેમાં આસકત થયા, તે બહિરાત્મા ભાવમાં ડૂબી સંસાર ભ્રમણ સર્જન કરી દુર્ગતિમાં ધકેલાયા.
“सुच्चिय सूरो सो चेव, पंडिओ तं पसंसिमो निच्चं। इद्रिय चोरेहिं सया, न लुटियं जस्स चरण धरणं।।१।।
इद्रिय चवल तुरंगो, दुग्गइ-मग्गाणु धाविरे निच्चं। માવિક મવવો , મરૂ નિ વય-રસદારા”
| (ઇંદ્રિય પરાજય શતક) જગતમાં સાચા તે જ પંડિત છે કે જેનું ચારિત્રરૂપી ધન ઇંદ્રિય ચોર વડે ચોરાયું નહીં. વેગવાન ઘોડાઓથી પણ ચપળ ઇંદ્રિયો આત્મભાન ભૂલેલાઓને દુર્ગતિના માર્ગે બહુ જ ઝડપથી લઈ જનારી છે. આમ ભવના સ્વરૂપને જિન વચન વડે વિચારી જિનવચન-(વિરતિ) રૂપ દોરડા વડે બાંધી ઇંદ્રિય વિષયોથી અટકીને જે આત્મ સ્વભાવમાં સ્થિર થઈ આત્મ રમણતા માંડે તેનો મનુષ્ય ભવ સફળ થાય.
રૂપને જોનાર કોણ-ચમા, આંખ કે આત્મા
ચશ્મા, આંખ બંને રૂપી છે. રૂપ ને રૂપી વસ્તુ જે પુદ્ગલ છે, જડ છે. તો શું રૂપમાં (જડમાં) જોવાની શકિત છે? તો મડદું પણ જડ-રૂપી છે. પણ તે જોઈ શકતો નથી તો જોનાર કોણ? ચશ્મા પાછળ આંખ અને આંખમાં આત્મા અંદર રહેલો છે. એકેન્દ્રિયથી તેઈન્દ્રિય જીવો તથા આંખ વિનાના પંચેન્દ્રિય જીવો પણ આંખ વિના રૂપને પ્રત્યક્ષ જોઈ શકતા નથી, સ્પર્શથી અનુભવ કદાચ કરે. આંખ વિનાના જીવોમાં પણ આત્મા છે છતાં તેઓ રૂપ-આકારને જોઈ શકતા નથી. તો જોનાર કોણ? આંખ વિનાના જે ત્રસ-પંચેન્દ્રિય જીવો છે તેમાં રૂપને જોવા-જાણવાઆત્મામાં જ્ઞાન ગુણ છે, છતાં જોવા આંખ-ઈન્દ્રિય સાધન જરૂરી અથવા પુણ્યના અભાવે અત્યંત નબળી હોય તો જોઈ ન શકે. જયારે જે આંખો વડે રૂપાદિને જુએ છે તો આત્માના પ્રદેશોમાં જે જ્ઞાન-દર્શન, જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થયું હોય તે જ્ઞાન વડે આંખની સહાયથી જોઈ શકે અને કેવલી વગર આંખે કેવલજ્ઞાન વડે જ સીધું સર્વ વસ્તુને જાણી-જોઈ લે. આમ ચશ્મા કે આંખ એ બાહ્ય સાધન સહાયરૂપ છે. મૂળ જોનાર આત્મામાં પ્રગટેલું અરૂપી જ્ઞાન રૂપને જુએ અને તે જ જ્ઞાન-પૂર્ણપણે જયારે પ્રગટે ત્યારે કેવલજ્ઞાન રૂપી-અરૂપી સર્વને ઈન્દ્રિયાદિ કોઈ પણ સહાય વિના જોઈ શકે. ઈંદ્રિય-મનની સહાયથી જે જ્ઞાન
અજીવ તત્વ | 235
Page #253
--------------------------------------------------------------------------
________________
થાય તે મતિ-શ્રુત જ્ઞાન છે. જ્યારે તે જ્ઞાનમાં મિથ્યાત્વ ભળે ત્યારે તે જ મતિઅજ્ઞાન, શ્રુત અજ્ઞાન કહેવાય.
માત્ર ચક્ષુથી જોવાના સ્વભાવવાળા આત્માને કર્મરોગના ઉદયે ચર્મચક્ષુથી જોવું પડે.
આત્મામાં કેટલો ભ્રમ? આત્મા જ્ઞાન વડે જોવાછતાં આત્માનું વિસ્મરણ અને મારી આંખ જોઈ રહી છે એવો મિથ્યારોપ. આત્માના પ્રદેશોરૂપી ચમા અને તેમાં જ્ઞાનરૂપી કાચ વડે જોવાના સ્વભાવવાળો હું. કર્મરોગના ઉદયે મારે આંખ વડે જોવું પડે છે તો ક્યારે હું મારી કેવલજ્ઞાન આંખ વડે જોનારો થાઉં? એવા ભાવો આવવા જોઈએ.
આકાર અને રૂપના આકર્ષણ, આદર, આસકિતમાંથી છૂટવાનો ઉપાય :
આત્માનું નિરાકાર અને નિરંજન (અરૂપી) સ્વરૂપ કર્મથી દબાવાના કારણે અને વિકારરૂપે આકાર અને સ્થાનભૂત શરીરમાં ગોઠવાઈ જવાના કારણે પોતાના શેયરૂપ આત્માને (અરૂપી આત્મપ્રદેશોને) કેવલજ્ઞાન પરિણામથી જોવા-જાણવાના સ્વભાવવાળો આત્મા કર્માધિન થઈ રૂપી ચક્ષુ વડે કર્મના ઉદપે આત્માના વિકારભાવને પામેલા દેહ રૂપ-આકાર પર્યાયને સહુ જુએ અને તેને પોતાનું માની લે. પણ શરીરમાં શરીરથી પર રહેલ આત્માને જોતો નથી તેથી તેને રૂપાકાર જોવાનું આકર્ષણ, આદર સહજ તેથી તેની જ રુચિ અને તેને માટે પ્રવૃત્તિ શરૂ થાય. આથી તેમાંથી છૂટવા જ જિનપ્રભુના દર્શન, વંદન, ભક્તિ આજ્ઞા પાલનાદિ કરવાના છે.
ચૈઃ શાનારાણચિભિઃ પરમાણુભિવમ્ નિર્માપિતસ્ત્રિભુવનૈક-લલામ-ભૂત! તાવા એવ ખલુ તેડAણવઃ પૃથિવ્યાં યસમાન મારં નહિ, રૂપમસ્તિ.
(ભક્તામર-૧ર) પરમાત્માના દેહરૂપનું નિર્માણ તીર્થકર નામકર્મ કર્મના ઉદયે, કામ-વિકારને શાંત કરનારા એવા અનુપમ રૂપના પરમાણુ વડે થાય અને તે પરમાણુ પણ તેમનું રૂપ નિર્માણ થાય, તેટલા જ હોય તેનાથી અધિક ન હોય અર્થાત્ તેમના રૂપની આગળ-ત્રણ ભવનમાં બીજા કોઈ તોલે ન આવે. આથી અતિ રૂપવાન દેવદેવીઓ પણ પરમાત્માના રૂપ જોવામાં ભ્રમરપણાને પામી જાય.
236 | નવ તત્ત્વ
Page #254
--------------------------------------------------------------------------
________________
શાચ = | વિશ્વ ઐશ્વર્યની પરાકાષ્ઠા..
The perfect path of the LIBERATION
Page #255
--------------------------------------------------------------------------
________________
આથી યોગીઓ પણ પ્રભુના રૂપ ગાન ગાતા કહે છે.
“હારે હું તો મોયોરે લાલ, જિનમુખડાને મકે; જિન મુખડાને મક્કે, વારી જાઉં, પ્રભુ મુખડાને મકે (૧) નયન રસીલાં વયણ સુખાલાં, ચિત્તહરી લીધું હરી ચટકે, પ્રભુજીની સાથે ભક્તિ કરતા, કર્મતણી કસ તકે,”
(સંભવનાથ પ્રભુનું સ્તવન-પૂ. લાભવિજય મ.સા.)
તીર્થંકર પરમાત્માએ ૧૨૫ વર્ષ ઘોર તપ કરી સાધના કરી છતાં તેમનું રૂપ ઝાંખુ ન પડે પણ તપથી તે રૂપ વધારે દિવ્ય, તેજસ્વી, નિર્વિકારી, અલોકિક થાય. પ્રભુના દર્શન માત્રથી વિષય-કષાયની વાસનાના પાપ નાશ થાય. દર્શનાત્ દુરિત ધ્વંસી -પ્રભુદર્શન સુખ સંપદા.
“રૂપ નિહાળી પરિચય કીનો-રૂપમાંહી નહી આયો, જે-જે પૂજા તે-તે અંગે, તું તો અંગથી દૂર” તે માટે ઉપચારક પૂજા ન ઘટે ધ્યાનને પૂરે
(ચંદ્રપ્રભુ) (પૂ. માનવિજય મ.સા) ઈંદ્રો-ઈંદ્રાણી સહિત લોક પરમાત્માના રૂપમાં ડૂબી જાય તો પણ પ્રભુ તો રૂપથી નિરાળા-રૂપાતીત ધ્યાન દશામાં જ રમનારા છે.
તેવા પ્રભુની પૂજાથી ચિદાનંદ કેરી પૂજા- નિર્વિકલ્પ ઉપયોગ રે આતમ પરમાત્મને અભેદે, નહિ કોઈ જડનો જોય રે
(પૂ. માન વિજય મ.સા.)
-
તેવા પ્રભુની પૂજાથી આત્મા તેમની જેમ નિર્વિકલ્પ ઉપયોગવાળો બની પોતે પણ પરમાત્મારૂપ થાય. ચિદાનંદકેરી પૂજા એટલે – પ્રભુ આપ વીતરાગ, તેથી વિકલ્પથી રહિત આપના અંગની પૂજા એટલે આપના ગુણોની પૂજા, પણ તે મેં આજ સુધી ન કરી એટલે આપની વીતરાગતા-નિર્વિકારતા, નિર્વિકલ્પતા ન ગમી આથી હું આકાર-રૂપમાં વિકલ્પોની જાળ વડે અટવાયો તેના પાશમાંથી (વિષયકષાય) છૂટતો નથી. જો આપના ગુણોને ઓળખી ગુણોની રુચિ પૂર્વક જો મેં પૂજ્યાભજયા હોત તો વિષયોની પરાધીનતામાં ન હોત પણ આજ્ઞારૂપ બંધનમાં બંધાયેલો પરમાનંદનો આંશિક પણ ભોગવટો કરતો હોત. કદાચ મારા પૂર્વ તીવ્ર નિકાચિત
238 | નવ તત્ત્વ
Page #256
--------------------------------------------------------------------------
________________
કર્મના ઉદયે આજ્ઞા યોગમાં ન હોત તો પણ વિષયો પ્રત્યેનો આદર બહુમાન વાળોન જ હોત – પણ મને જરૂર તેમાં પશ્ચાત્તાપ થાત. પરમાત્માનો પ્રભાવ તો સાક્ષાત્ છે.
પરમાત્મા પ્રત્યેની નિષ્કામ પ્રીતિ, ભક્તિથી દેવપાલ તીર્થંકર પદ પામ્યા:
આપણી દષ્ટિ ફરે તો વર્તમાનમાં ચમત્કાર થાય. મુગ્ધ, જડમતિવાળા ભેંસો ચરાવતાં દેવપાલને જંગલમાં પ્રભુ પ્રતિમા રૂપે મળ્યા, પ્રભુ ગમી ગયા. પ્રીત બંધાણી, પ્રભુ દર્શન છૂટે નહીં તેથી ભક્તિ ઉમટી, અભિગ્રહ પ્રભુદર્શન વિના ભોજન નહીં, ૭ દિવસ મૂશળધાર વરસાદ, પ્રભુ દર્શનની લગન-પ્રભુના દર્શનની પ્રતીક્ષામાં સમય પસાર, પણ ભોજનની ચિંતા નહીં, ૭ ઉપવાસ, ૮મા દિવસે દર્શન-પ્રભુને ઠપકો કેમ દર્શન નહીં? મારો શો અપરાધ? ચક્રેશ્વરી દેવી ખુશ થઈ પ્રગટ થયા. “પ્રભુ સિવાય કંઈ ન જોઈએ’– દેવી વિશેષ ખુશ-વરદાન-રાજપ્રાપ્તિ -સમગ્ર રાજ્ય પ્રભુમંદિરથી મઢી દીધું. પ્રીતિ-ભક્તિની પરાકાષ્ઠા વડે તીર્થકરનામ કર્મ બાંધી તીર્થકર. માત્ર પ્રભુના દર્શનની પ્રીતિ-પરિણામ સ્વયં પરમાત્મા પદને પામ્યા. આવો અચિંત્ય મહિમા પરમાત્માનો યોગ્ય પર જ પડે.
વીર પરમાત્માને પ્રદક્ષિણા આપી ગોશાળામાં પ્રવેશેલી તેજોલેશચાનો પ્રભાવ, વીર પરમાત્માની ઘોર આસાતના કરનાર ગોશાળાનું ભારીકર્મ બળ્યું, સમકિત અને દેવલોકની પ્રાપ્તિ થઈ:
ગોશાળો પ્રભુના આભાસરૂપ શિષ્ય તરીકે રહ્યો તો પ્રભુએ તેને તેજોલેશ્યા આપી. તે જ તેજલેશ્યા તેણે પ્રભુને બાળવા માટે છોડી પણ પ્રભુનો અચિંત્ય પ્રભાવ, નિર્મળ કૃપાદષ્ટિ, તેજોલેશ્યાથી ગોશાળાનું શરીર તો બળ્યું સાથે ભારી કર્મીપણું પણ બળ્યું. જેથી અંતિમ ઘડીએ પશ્ચાતાપથી સમક્તિની પ્રાપ્તિ અને દેવલોકની પ્રાપ્તિ. આવા અચિંત્ય પ્રભુનો મહિમા આપણા પર કેમ ન પડે? તે માટે જરૂર છે આપણે આત્મહિતની યોગ્યતા રૂપે થવાની.
સુખ એ આત્માનો સહજ સ્વભાવ જ છે એટલે આત્મા સુખને જ ઈચ્છે તેમાં કોઈ આશ્ચર્ય નહીં. ર૪ કલાક આત્માની ચાહના સુખની જ છે. તેથી જેનાથી જેનામાં સુખ મળે તેને ચાહે.
ગઢષભ જિનેશ્વરપ્રીતમ હારારે, ઔર ન ચારેકંત;' શુદ્ધજ્ઞાન ચેતના પત્ની-જિનેશ્વર પરમાત્માને વિનંતિ કરે છે. ઋષભ જિનેશ્વર આપ જ મહારા પ્રિયતમ શા માટે? પૂર્ણ સુખથી ભરેલા છે. તેથી હું બીજા કોઈ
અજીવ તત્વ | 239
Page #257
--------------------------------------------------------------------------
________________
પ્રિયતમને ચાહતી નથી. મને બીજે કયાંય સુખ મળવાનું નથી. પણ જ્યારે ચેતનામાં મિથ્યાત્વનો વાસ થાય છે ત્યારે બહાર પ્રિયતમની શોધમાં ભટકે છે. જેમ સન્નિપાત રોગમાં જીવને ઊંઘુ જ ગમે. કાલસૌકરિકને તે રોગના કારણે તેને જ્યારે વિષ્ટા ચોપડાય-દુર્ગધ યોગમાં જ તેને શાંતિ મળે. મોહના પ્રચંડ પ્રકોપમાં આત્માને બહાર જ બધે સુખનો ભ્રમ જાગે.
‘પર ઘર જેવારે ધર્મ તુમેફિરો, નિજ ઘરના લાહોરેશમી જેમ નવિ જાણે મૃગ કસ્તુરિઓ, મૃગમદ પરિમલ મમરા
જેમતે ભૂલોરે મૃગદિશોદિશિફિરે, લેવા મૃગમદગંધા તેમ જગ ઢંઢેરે બાહિર ધર્મને, મિથ્યા દષ્ટિરે અંધ.13
(પૂ. મહો. યશોવિજયજી) જગતના અજ્ઞાન જીવો કે જેને પોતાના આત્મામાં સુખ છે તેનું જેમને જ્ઞાનભાન નથી તેઓ બહાર ધર્મ સુખની શોધ કરતાં હોય છે. જેમ કસ્તુરિયામૃગની નાભિમાં કસ્તુરી હોવાથી ચારે તરફ તેની સુગંધ પ્રસરે છે અને તે જ સુગંધમાં આસકત બનેલો મૃગ પોતે તેની શોધમાં ચારે તરફ દોડાદોડ કરે પણ ભ્રમના કારણે તેને પોતાને ભાન નથી કે મારી નાભિમાં જ તે કસ્તુરી છે અને તેની આ મહેક છે, તો બીજે ભમવાથી શું? તેમ અજ્ઞાની જીવ પણ પુદ્ગલના વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદમાં જ સુખ છે એમ માની પોતાના ગુણોમાં રહેલા સુખ માણવાનું ભૂલીને વિષયોની શોધમાં ભમ્યા કરશે અને મૃત્યુને શરણ થશે. જેમ ભમરો પણ ગંધમાં જ સુખ માની કમળમાં ગંધને માણવામાં આસક્ત બની જાય અને કમળ સંકોચાઈ જાય તેનું ભાન ન રહે! અને તેમાં પ્રાણ ગુમાવે.
() ગંધ પરિણામ: गन्ध्यन्ते = अघ्रायते सौमुखाकृत् सुरभिः।।
વૈમુર્ણાહૂ તૂમિ: જે ગંધથી મુખ પ્રસન્ન થાય તે સુરભિ ગંધ, જે ગંધથી મુખ અપ્રસન્ન થાય તે દૂરભિ ગંધ. પુદ્ગલને ઓળખવા તેના લક્ષણોનું જ્ઞાન જરૂરી. પ્રથમ પુદ્ગલ આકારથી પકડાય. આંખનો પ્રથમ વિષય આકાર, પછી તેમાં રહેલા રૂપને પકડે.
240 નવ તત્ત્વ
Page #258
--------------------------------------------------------------------------
________________
અરૂપી, નિરાકાર એવો આત્મા પોતાના અરૂપી, નિરાકાર ગુણોમાં જ સુખ હોવા છતાં તેમાં રહી રમી શકતો નથી તેનું કારણ શું? પોતાના ગુણોમાં સુખનો નિર્ણય પ્રતીતિ રુચિ નથી અને પુદ્ગલમાં સુખની ભ્રાંતિ અને સુખ ભોગનો ભ્રમ અનાદિથી છે. આત્માને ગુણો ભોગવવા કોઈની પરાધીનતા, અપેક્ષા કે કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી છતાં જીવ તે સુખ માટે સહજ પ્રયત્ન કરી શકતો નથી અને જ્યાં સુખ છે જ નહીં પણ આત્માને જેમાં માત્ર પીડા જ મળે છે તેમાં સર્વ પ્રયત્નો વડે તે મેળવવા કરવાનું બાકી રાખતો નથી. જે આત્માઓને આત્માના સુખ સંબંધી અજ્ઞાનતા છે તેઓ પરમ સુખ માની પરમાં પ્રયત્ન કરે તે આશ્ચર્ય નથી પણ જે આત્માઓને જિન વચન વડે આત્માના સુખ સંબંધી જ્ઞાન થાય છે તેઓ પણ આત્માના સુખ માટે બહુ પ્રયત્ન કરી શકતા નથી અને વિષયોના સુખને છોડી શકતા નથી તે આત્મા માટે ખેદજનક છે. • વિષયસુખ છોડવા ઘણા દુષ્કર લાગે છે તો કારણ શું?
પાંચે ઈન્દ્રિયો જેને મળે છે તેમાં જ્ઞાન કરવાનું પ્રથમ કાર્યચક્ષુઈન્દ્રિયનું હોય છે. ચક્ષુઈન્દ્રિય પોતાના વિષય વસ્તુમાં રહેલા આકાર અને રૂપને જોવાનું કાર્ય દૂરથી કરે, આકાર અને રૂપથી સહજ આત્મા આકર્ષાય અને તેમાં પોતાના નિરાકાર, અરૂપી આત્માને સહજ ભૂલે. આકાર કે રૂપને વિશેષથી પકડવા માટે તેમાં રહેલી સુરભિ-ગંધ સહાયક બનશે. સત્તામાં રહેલ મોહનો ઉદયક્રમસર વિશેષ વૃદ્ધિ પામે તેમ તેમ આત્મા સ્વાત્માના ગુણોથી ચલાયમાન થઈ સ્વગુણોથી દૂર જશે, પુદ્ગલ તરફ સહેજ ખેંચાશે. ગુલાબ, કમળ કે ચંપાનું પુષ્પ જેમાં અત્યંત તીવ્ર સુરભિ ગંધ રહેલી છે તેનો બાહ્યાકાર-રૂપ પ્રથમ જીવને આકર્ષણનું કારણ બનશે અને પછી તેની ગંધ માણવા તે પુષ્પને લેવા જશે અને વિશેષથી માણવા નાક આગળ લગાવી તેની સુગંધ માણી પોતાને સુખી માનતા પોતાનું ચિત્ત (મન) પ્રસન્નતાને અનુભવશે.
સ્વ સ્વભાવથી છૂટવું તે પાપ અને પર સ્વભાવરૂપે થવું તે મહાપાપ: જે પ્રસન્નતા આત્માએ પરની પરાધીનતા છોડીને માણવાની હતી તેને બદલે મોહરાજા આત્માને પરના સ્વભાવ પ્રમાણે વર્તાવી સ્વ સ્વભાવથી છોડાવી પાપના પોટલા બંધાવે. સ્વ સ્વભાવથી છૂટવું એ જ પાપ અને પર સ્વભાવરૂપે થવું તે મહાપાપ.
અજીવ તત્વ | 241
Page #259
--------------------------------------------------------------------------
________________
• આત્માની સદ્ગત અને દૂર્ગત એટલે શું?
આત્માએ પોતાના પરિણામો છોડીને પુદ્ગલના ૧૦ પરિણામરૂપે રહેવું એટલે દૂરગતિ અને પુદ્ગલના પરિણામોને છોડી આત્માએ પોતાના રુચિપરિણામો સાથે રુચિપૂર્વક રહેવું તે આત્માની સદ્ગતિ. પુદ્ગલના ગતિ, બંધ, ભેદ, સંસ્થાન અને વર્ણ ગંધાદિ પરિણામો સદા પુદ્ગલ દ્રવ્યમાં જ રહેનારા છે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ આત્મામાં રહેનારા છે. તે પુદ્ગલમાં કદી પરિણમવાના નથી, છતાં અનાદિકાળથી આત્મામાં મિથ્યાત્વની વાસનાના કારણે તેનો ઢાળ પુદ્ગલ તરફનો છે. આથી પુદ્ગલના ગુણોને માણવા તે આકર્ષાય છે. આથી જ જિનશાસ્ત્રમાં વિધાનઃ
“ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામનયન જિન ધૂપ,
મિચ્છતા દુર્ગધ દૂરઢળે, પ્રગટે આભસ્વરૂપ.” માનવભવની સફળતા માત્ર આત્મસ્વરૂપ પ્રગટાવવામાં અને પરમાત્મા સ્વરૂપે થવામાં જ છે. તે સિવાય બીજુ બધું બાહ્યસંપત્તિ આદિ બીજા ભવોમાં પ્રાપ્તિ થઈ શકે છે. ચક્રવર્તી કરતા પણ વધારે સામ્રાજય, ઋદ્ધિ-શરીર, રૂપ-વૈભવાદિ બધુ દેવમાં પ્રાપ્ત થાય છે તેમ છતાં તેના કરતા પણ મનુષ્યભવની વિશેષતા એટલા માટે છે કે, પરમાત્મા પદની પ્રાપ્તિ-આત્મા-સ્વભાવ રમણતા જે મનુષ્ય ભવ સિવાય કોઈ પણ ભવમાં શક્ય નથી. તેથી જીવને મનુષ્યભવ પ્રાપ્ત થયા પછી તે તરફ રુચિ ન થાય અને તેનાથી વિપર્યાસ આત્મ સંપત્તિને બદલે પુદ્ગલ તરફ આકર્ષણ રસરુચિ થાય તેનું મૂળ કારણ મિથ્યાત્વ છે. આથી આત્મા માટે મિથ્યાત્વ એ દુર્ગધ (દુરભિ. આત્માના ગુણ સુગંધને માણવાને બદલે પુદ્ગલની સુગંધ જે સદા સુગંધરૂપે રહી શકતી નથી, જેનો ભોગ આત્માને નરકાદિ દુરગતિ અપાવે. દુર્ગધ એટલે આત્માના ગુણ સુગંધથી આત્માને દોષ તરફ ઢસડી જાયતે. પુલના ગુણોમાં ક્રમસર આત્મા ઢસડાતો જાય. પ્રથમ દૂરથી આંખ આકાર, રૂપને પકડે, જે વસ્તુ સામાન્યથી રૂપ અને આકારથી જેટલી સુંદર હોય તેમાં સુરભિગંધ પણ હશે. ગુલાબ, ચંપો, કમળાદિ સુગંધી પુષ્પો તેનો આકાર, વર્ણ પણ આકર્ષણનું કારણ, તો તેમાં રહેલી ગંધ પણ વિશેષ આકર્ષણનું કારણ બને, સહજ તેની સાથે જોડાવાનું મન થાય. સંયોગ એ સંસાર કહ્યો છે. આત્મા જ્યારે પુદ્ગલ સાથે મોહના સંબંધથી જોડાય ત્યારે તેના ભાવ સંસારનું સર્જન થાય. જો ધ્યાન માટે આત્મા 242 | નવ તત્ત્વ
Page #260
--------------------------------------------------------------------------
________________
અનુકૂળ વાતાવરણની અપેક્ષા કરે. સુગંધી પુષ્પો ખીલેલા હોય, શીતળ પવન વાતો હોય, મધુર પક્ષીઓનો કલરવ હોય, શાંત વાતાવરણ હોય તો ધ્યાન સારું થાય એમ આપણને લાગે પણ તે મોહનો પરિણામ છે. જેને આત્મજ્ઞાન-આત્મા અને પુદ્ગલનો ગુણોનો ભેદ ન પકડાયો હોય તેવા આત્માઓને બાહ્ય શાંતિનો અનુભવ થાય, પણ જેવું વાતાવરણ ફરે તેવું તેનું ધ્યાન તૂટે. મન અશાંત થાય.
આમ કેમ બને? આથી ધ્યાન પૂર્વે ચિત્ત શુદ્ધિ અર્થે વિધાન “વામ નયન ધૂપ.” પ્રભુની ડાબી બાજુ ધૂપ. શેનું ધૂપ? અનાદિની મિથ્યાત્વ માન્યતાથી જે અતત્ત્વની તત્ત્વ તરીકે પકડ પકડાઈ છે કે “અનુકૂળ સંયોગને સુખ” તો તે રૂ૫ મિથ્યાત્વની વાસનાથી મનમાં દૂષિત (દુર્ગધ) થયેલું વાતાવરણ સર્વજ્ઞતત્ત્વરૂપ ભાવથી ચિત્તને ભાવિત કરવા વડે અર્થાત્ મૈત્રી કરુણાદિચાર અને અનિત્યાદિ ૧૨ તત્ત્વભાવનાથી શુભ વાતાવરણ-ધૂપથી મનને વાસિત કરવા વડે ધ્યાનની ભૂમિકા સર્જાય, ત્યારે સમજાય કે સુખ આત્માના ગુણમાં છે. ગુણમય બનવાથી સુખની અનુભૂતિ થાય તે માટે પુદ્ગલ ગુણ રૂપ દુર્ગધ દૂર કરવી પડે. તથા ભાવુક આત્મા હોવાના કારણે દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ અને કાળની આત્મા પર અસર થાય તે અપેક્ષાએ ધ્યાનમાં ઉત્તમ ક્ષેત્ર-વાતાવરણ-નિમિત્ત-કાળનું પણ વિધાન કરવામાં આવ્યું છે. તેથી મહર્ષિઓ નદી કિનારે, સરોવર, વન, ઉદ્યોન, ગુફામાં પણ ધ્યાન કરવા જતાં. પૂ. પાદિલિપ્ત સૂરી શેત્રુંજયમાં સુવર્ણ ગુફા આગળ પણ ધ્યાન કરવા જતા હતાં. આથી ઉત્તમ શુધ્ધ ક્ષેત્રાદિ પણ ધ્યાનમાં નિમિત્ત કારણ બને તો તે ઉપાદેય બને, તો આત્મ સ્વરૂપ પકડાય. માત્ર બાહ્ય સુગંધી વાતાવરણમાં શુભ ધ્યાન માની રાગથી મનવાસિત કરી શરીરમાં સ્થિર થઈ સંસાર સર્જન કરનારું ન બનવું જોઈએ. આથી મહાત્માઓ દુર્ગધ પર વિજય મેળવવા સ્મશાનમાં જાય. જ્યાં સૌથી ભયંકર દુર્ગધ મનુષ્યના મૃતદેહની હોય. પુદ્ગલ પરિવર્તન સ્વભાવવાળા હોવાથી દેહને ગમે તેટલા સુગંધી પદાર્થોથી નવડાવ્યો હોય, અત્તરના છંટકાવ કર્યા હોય, પાવડરાદિથી સુશોભિત કર્યો હોય તો પણ તે જ દેહને બીજા દિવસે પરસેવાદિ વડે દુર્ગધ રૂપે ફેરવાતા વાર નહીં લાગે.
શુચિ પ્યશુચીકઈસમયેંડશુચિ સંભવે; દેહે જલાદિના શૌચ; ભ્રમો મૂઢસ્ય દાણા
(જ્ઞાનસાર ૧૪-૪)
અજીવ તત્વ | 243
Page #261
--------------------------------------------------------------------------
________________
અશુચિમય સાત ધાતુમય દેહનો પ્રભાવ કે ગમે તેવા સુગંધી પદાર્થો હોય પણ દેહના સંગથી તે પણ અશુચિમય-દુર્ગધમય બનતા વાર નહીં, આથી જલાદિથી દેહનું પવિત્ર થવું તે માનવું જીવની મૂઢતા રૂપ છે. જે દારુણ વિપાકનું કારણ બને.
આત્મા જ્યારે દેહમાંથી નીકળી જાય પછી તરત દેહમાં રહેલી સુગંધ બધી દુર્ગધમાં પરાવર્તન પામી જાય, દેહમાં સમૂર્છાિમ જીવોની ઉત્પત્તિ શરૂ થાય, દેહ પાસે રહેવું પણ દુષ્કર થાય, આથી તે દેહને જલદી બાળી કે દાટી દેવામાં આવે છે. • ભિક્ષુ કેવા હોય?
પડમંડિતજજયા મસાણેનો ભીયાએ, ભય ભેરવાઈ દિલ્સ. પિવિહ ગુણ-તવોરએ યનિચંન શરીરંચાભિનંબઈ જે-સે-ભિકખાલશા
| (સભિક્ષુ અધ્યયન-૧૦, દશ વેકાલિક) જેણે દેહની મમતા છોડી. વિવિધ તપાદિગુણોમાં તે સદારમનારા અને નિર્ભય થયેલા, ભય ભૈરવાદિ ઉપસર્ગોથી ચલાયમાન નહીં થનારા તેથી જ સ્મશાનાદિમાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહે.
ગજસુકુમાલ મુનિ સ્મશાનમાં દેહાતીત ધ્યાનમાં સ્થિર:
મૃતદેહ જ્યાં દાટવામાં બાળવામાં આવે તેવા પ્રતિકૂળ વાતાવરણમાં યોગી પુરુષો આત્મ ધ્યાનમાં સ્થિર થઈ કેવલજ્ઞાન પ્રગટ કરે. ગજસુકુમાલ અતિ સુકોમલ દેહવાળા છતાં દેહાતીત સાધના માટે જ દીક્ષાના પ્રથમ દિવસે જ સ્મશાનમાં જઈ કાઉસ્સગ ધ્યાનમાં સ્થિર થઈ મહા પ્રતિકૂળ ઉપસર્ગ-જીવતા જ બળવાના ઉપસર્ગમાં પણ ધ્યાનથી ચલાયમાન ન થયા અને દેહબુદ્ધિ ત્યાગ કરી આત્મામાં લીન બની કેવલી થઈ કાયમી દેહાતીત થઈ સિદ્ધ સ્વરૂપને પામ્યા.
(૭) રસ પરિણામ : પ્રેમતણી પરે શીખો સાધો, જોઈ શેલડી સાંઠો; જિહાં ગાંઠતિહાંસ નવિદિસે, જિહાંરસતિહાંનવિ ગાંઠો.
| (શ્રીપાળ-રાસ) આત્મા પ્રેમરસથી ભરેલો છે પણ આપણો પ્રેમ વર્તમાનમાં આવરાઈ ગયેલો હોવાથી તેના વિકારરૂપે, રાગ રૂપી રસપ્રગટ થયો છે. રાગ એ પ્રેમનો વિકાર છે. 244 નવ તત્ત્વ
Page #262
--------------------------------------------------------------------------
________________
આથી જીવ પોતાના પરનો પ્રેમ છોડી તે યુગલને પકડવા જાય છે. જેમ શેરડી મધુરરસથી ભરેલી છે. તેને જેમ જેમ ચાવવામાં આવે તેમ તેમ મધુરરસની તૃપ્તિ જીવને થાય છે. પણ શેરડીમાં જ્યાં જ્યાં ગાંઠ હોય ત્યાં મધુર રસ હોતો નથી. તેમ પુદ્ગલ પ્રત્યેની ગાંઠ(રાગ) જ્યાં બંધાશે ત્યાં જીવને જીવ વિષે પ્રેમ પ્રગટ નહીં થાય.
જેને આત્મામાં રસનો અનુભવ થાય તેને બીજા કોઈ રસની જરૂર પડે નહીં. તેથી યોગીઓ વન, ગુફા, સ્મશાન કે ગમે તેવા સ્થાનમાં એકલા પણ સ્વગુણોનો અનુભવ રસ માણવામાં એવા નિમગ્ન બની જાય કે તેઓ બહાર દષ્ટિ પણ કરે નહીં. બહારની દુનિયાથી અલિપ્ત થઈ જાય. ‘વિષયલગનકી અગ્નિ બુઝાવત પ્રભુ ગુણ અનુભવ ઘારા, ભાઈ મગ્નતા તુમ ગુણ રસકી કુણ કંચન કુણદારા'
| (શિતલનાથ પ્રભુનું સ્તવન – પૂ. મહો. યશોવિજય મ.સા.) આત્માના જ્ઞાનાદિ પાંચ ગુણોમાં જેમ જેમ આત્મા મગ્ન બને તેમ તેમ તેને પુદ્ગલોના ગુણોમાં ઉદાસીનતા નીરસતા આવ્યા વિના ન રહે. પુદ્ગલના ગુણો અને આત્માના ગુણો બન્ને સ્વરૂપે વિરુદ્ધ છે. આત્માના ગુણો અરૂપી અને પુદ્ગલના રૂપી, આથી બન્ને સાથે કદી ભોગવી ન શકાય. આથી પુદ્ગલના ગુણોમાં વધારેમાં વધારે તદાકાર એકમેક થાય ત્યારે પાંચ રસાસ્વાદમાં તૃમિ થવાનો આભાસ થાય.
આત્મામાં મોહનો ઉદય થાય એટલે આત્મરસ છોડી જીવ બહાર ખાટો, મીઠો, તીખો, તૂરો અને કડવો અને આ પાંચ રસમાં પોતાને જે વધારે અનુકૂળ, સ્વાદ સુખરૂપ લાગે તે ભોગવવા જાય છે. સૌ પ્રથમ ચક્ષુથી તે આકાર રૂપ તરફ તેની દષ્ટિ દોડશે પણ તેનો સંબંધ દેહથી ઘણો દૂરનો થાય, પછી તે રૂપ અને આકારમાં રહેલી ગંધને દૂરથી પકડી પુદ્ગલની નજીક આવશે અને પછી તેનો સ્વાદ માણવા તેને દાંત વડે ચાવી ચાવીને તેમાં રહેલા રસનું (ખાટા-મીઠા સ્વાદ) રસ માણવામાં પોતાને સુખી માનશે જે જીવ માટે માત્ર સુખાભાસ રૂપ બને. બેઈદ્રિયો (રસ અને સ્પર્શ) વિશેષથી ભોગેન્દ્રિય ગણાય. તેમાં રસનેન્દ્રિયમાં બન્ને ઈન્દ્રિયોનું કાર્ય સાથે થાય. સ્પર્શ અને રસ બન્નેને સાથે જ્ઞાન થાય, તેથી સૌથી વધારે સુખાભાસ રસનેન્દ્રિયમાં જીવોને થાય અને રસનેન્દ્રિયનો ભોગ જીવો જાહેરમાં કરી શકે તે વિશેષથી પાપરૂપ ન લાગે જ્યારે સ્પર્શેન્દ્રિયના વિષય ભોગોને જીવો જાહેરમાં ન કરી શકે, ભય લજ્જા ખચકાટ થાય.
અજીવ તત્વ | 245
Page #263
--------------------------------------------------------------------------
________________
અપેક્ષાએ પાંચ ઈન્દ્રિયોમાં સૌથી વધારે રસનેન્દ્રિયના ભોગને પાપ કહ્યું છે. આહારની આસક્તિમાત્રથી મનુષ્ય, માછલા સાતમી નરકમાં જઈ શકે?
आहारनिम्मत्तेणं मच्छा गच्छंति सत्तमी पुढवीं।। सचित्तं आहारं खमो मणसाऽवि न पत्थेइ।।५१।।
| (આઉર પચ્ચખ્ખાણ પયન્તો) માત્ર આહારને ભોગવવાની ઈચ્છામાત્રથી જ તંદુલિયો મત્સ્ય ૭મી નરકમાં જાય છે. આથી સાધુ સચિત્ત આહારની મનથી પણ ઈચ્છા ન કરે.
આહારના પગલોમાં સુખ શું છે?
આહાર પુગલો પણ પરમાણુના સ્કંધરૂપ છે. દરેક પરમાણુમાં બે સ્પર્શ, એક વર્ણ, એક ગંધ અને એક રસ અવશ્ય હોય. જે સ્કંધ હોય તેમાં સ્પર્શ, રસાદિ વધારે પણ હોઈ શકે. આમ રસનેન્દ્રિય સાથે પુદ્ગલો જ્યારે વિશેષથી એકમેક જોડાય અને રસના સ્વાદના જ્ઞાનની સાથે મોહ ભળે ત્યારે જીવને સુખાભાસ થાય. રસગુલ્લા, ગુલાબ જાંબુ, માલપુઆ વગેરે વસ્તુમાં, જીભ સાથે જ્યારે સંયોગ થાય ત્યારે પ્રથમ સ્પર્શ પછી કોમળતા, શીતળતા, સ્નિગ્ધતા વગેરે શુભ અનુકૂળ સ્પર્શના સંયોગ અને તેમાં સૌ પ્રથમ મિથ્યાત્વના ઉદયે સુખનો આરોપ અને તેના પ્રાપ્તિપણાના જ્ઞાનથી પોતાને સુખી માની લે છે તે પ્રમાણે તેમાં મીઠાશનો અર્થાત્ મધુરતાના પરમાણુનું જીભ સાથે એકમેક ભળતાં જે જ્ઞાન થાય અને તે મધુરતા સુખ રૂપ-રતિનો ઉદય થવાથી ગમારૂપ લાગે અને રાગના ઉદયથી તેની સાથે રહેવાના ભોગવવાનો ભાવ થવાથી જીભ પર વધારે સમય રાખી ચાવી ચાવી રસાસ્વાદ માણવાનું સુખ અનુભવશે, પણ તેમાં તેને કંટાળો નહીં આવે, કે હું પુદ્ગલના ગ્રહણ પરિણમનાદિ જે મારા આત્માના સ્વભાવની વિરુદ્ધ પ્રવૃત્તિ છે તે કરવા દ્વારા મારા આત્માનું કિંમતિ વીર્યધન-સમય- વેડફી કર્મનો ભાર ખાલી કરવાને બદલે વધારી ભવભ્રમણ વધારવાનું કરું છું તેવો પશ્ચાત્તાપ નહીં થાય. યોગીઓ પુદગલભાવમાં સહજ ઉદાસ કેમ?:
शुद्ध प्रेमरसास्वादे कृते निर्भयताडडत्मनि।। जायते अनुभवः साक्षाद्वेघते प्रेमयोगिभिः।।३३।।
(પ્રેમગંગા)
246 | નવ તત્ત્વ
Page #264
--------------------------------------------------------------------------
________________
જે યોગીઓ શુદ્ધ પ્રેમ રસના આસ્વાદને માણે છે અર્થાત્ જેઓ પોતાના આત્માના ગુણોનો અનુભવ આસ્વાદ માણે છે તેઓ જીવો પ્રત્યે વૈર, ઝેર, દ્વેષાદિ હિંસક ભાવ રાખતા નથી પણ તેઓ જીવો સાથે મૈત્યાદિ ભાવથી પ્રેમ પૂર્વકનું જીવન જીવે છે અને તેમનું જીવન સદા આનંદમય-રસમય અને સર્વ અપેક્ષા રહિત થવા વડે તેમને પુદ્ગલના આસ્વાદ માણવાનો અપેક્ષા ભાવ પણ રહેતો નથી. તેથી પુદ્ગલ રસોમાં સ્વાદ-સુખને અનુભવવાનો રસ તેમને ઉડી જાય છે માટે તેમના જીવનમાં પુદ્ગલભાવની સહજ ઉદાસીનતા પ્રવર્તે.
निर्विकल्प महाप्रेम-रसानुभव योगतः साक्षाच्छुद्धात्म संवेदात् प्राप्तव्यम् न अवशिष्यते
| (પ્રેમગંગા) યોગીઓ શુદ્ધપ્રેમ રસના અનુભવ પાનવડે ધર્મબળ અને શુક્લધ્યાનના યોગથી સર્વ કર્મમળનો ક્ષય કરી કેવલજ્ઞાન પ્રગટ કરી પરમ-અક્ષય પરમાનંદનો અનુભવ કરે.
પુદ્ગલભાવ રુચિનહી, તાÄરહે ઉદાસ સો આતમ અંતર લહે, પરમાનંદ પ્રકાશ.
(અધ્યાત્મબાવની) અર્થાત્ આત્માનો પરમાનંદ અનુભવ રસ તે જ માણી શકે જેને પગલ ભાવને માણવામાં રસ રુચિ નથી, તેમાં જેને કંટાળો આવે તે જ પુદ્ગલના રસાસ્વાદ સુખને છોડી શકે. કારણે શરીરને ટેકો આપવો પડે તો તેમાં નિરસભોજન, પણ રસહીન બનીને આપવા પૂરતું આપે. તેથી સાધુ ખાવા છતાં ઉપવાસી.
“નિજ અનુભવ લેશથી, કઠિન કર્મ હોયનાશ; અ૫ ભવે ભવિ તે લહે, અવિચલપુર કો વાસ.”
(અધ્યાત્મબાવની) સ્વાત્માના ગુણના અનુભવ વિના કર્મોના નાશ ન થાય, કર્મોનો નાશ ત્યારે જ થાય જ્યારે કષાયોનો નાશ થાય. આત્મા પોતાના સ્વભાવમય બને ત્યારે જ કષાયનો નાશ થાય, તોજ વિષયોનોરસતૂટે.આથીવિષયરસને તોડવા વ્યવહારે પરમાત્માની ગુણભક્તિની પ્રધાનતા અને નિયથી સ્વાત્માના ગુણની ઉપાસના જરૂરી.
અજીવ તત્વ | 247
Page #265
--------------------------------------------------------------------------
________________
જૈનશાસનમાં આહારના રસને તોડવાના ઉપાય તરીકે ચાર આહારના ત્યાગરૂપ ૬ માસના ઉપવાસ, તે શક્ય ન હોય તો ત્રણ આહારના ત્યાગરૂપ, ઉપવાસ એમ ઉત્તરતા ક્રમે ૧ ઉપવાસ, તે પણ શક્ય ન હોય તો ૬ ષસના ત્યાગરૂપ આયંબિલમરી, મસાલાદિ બીજા કોઈ પણ સ્વાદને વધારનાર દ્રવ્ય આયંબિલમાં ન વપરાય. (બલવન પણ ન વપરાય લવણ છઠ્ઠો રસ છે), તે શક્ય ન હોય તો લુખી નીવિ. (માત્ર વલોણાની છાસ અને મરચું, હળદર સામાન્ય વપરાય), તે શક્ય ન હોય તો એકાસણું, લીલોતરી અને મહાવિગઈ તો સંપૂર્ણ ત્યાગ જ હોવી જોઈએ. ૬ વિગઈમાં એકાદ વિગઈ તે પણ જરૂર પૂરતી. પૂ. આચાર્ય પ્રેમસૂરિ મહારાજશ્રી જે ૩૦૦ સાધુના નાયક હતાં છતાં એકવાર ચોમાસામાં બે જ દ્રવ્યથી એકાસણા, દાલબાટી દૂસરી બાત ખોટી. આમ પુદ્ગલ રસાસ્વાદ છોડી શકે તે જ આત્માનો રસાસ્વાદ માણી શકે.
જો આત્માનો રસાસ્વાદ ન માણી શકે અને પુદ્ગલ રસાસ્વાદને સુખરૂપ માની અર્થાત્ અભોગ્યને ભોગ્ય માની વાપરે તો ભાવિમાં પોતાના ગુણોના રસાસ્વાદ માણવાના અંતરાયભૂત ચારિત્ર મોહનીય કર્મ બંધાય.
(૮) સ્પર્શ પરિણામ: ઔર ભ્રાન્તિમિટજાતે હૈ, પ્રગટ જ્ઞાન ઉધોત, રાનીકુભિ વિષયભ્રમ, દિસામોહસમહોતiાપવા.
| (સમતા શતક) પાંચ ઈન્દ્રિયના ૨૩ વિષયોમાં સૌથી વધારે ખતરનાક સ્પર્શનેન્દ્રિયના ગુરુલઘુ, શીત-ઉષ્ણ, મૃદુ-કર્કશ, સ્નિગ્ધ-રુક્ષ, આદિ ૮ વિષયો બાહ્ય સુખમાં સુખ બુદ્ધિનો ભ્રમ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. અનુકૂળ સ્પર્શમાં સાતા સુખરૂપે અને પ્રતિકૂળ સ્પર્શ દુઃખરૂપે લગાડે છે. ભલભલા જ્ઞાનીઓ પણ સ્પર્શ વિષયને સુખરૂપ માનવામાં થાપ ખાઈ જાય છે. અનુકૂળ સ્પર્શને દુઃખરૂપ માનવું એ વિરલ જીવો માટે ઘટશે. વિષય સુખ એ દુઃખના પ્રતિકાર રૂપે જીવ પાસે સુખ મનાવે છે. તેના ભોગવટામાં જીવને તે સહજ સુખરૂપે લાગે છે. જીવ પોતે તેમાં સમતા સુખ ભોગવવાનું ગુમાવે છે અને અસાતાનો બંધ કરી કર્મ ભાર વધારે છે.
આત્મામાં બે વાસનામનદ્વારા અનુભવાય (૧) મિથ્યાત્વની વાસના (૨) બીજી ચારિત્રમોહની વાસના. મિથ્યાત્વની વાસના મનમાં બધું ઊંધુદેખાડે. ગરમીને દુઃખ
248 | નવ તત્ત્વ
Page #266
--------------------------------------------------------------------------
________________
તરીકે, ઠંડીને સુખ તરીકે સ્વીકારવા રૂપ ભ્રમ ઊભો કરી માનસિક સુખ-દુઃખનો આત્માને ભાગી બનાવે છે અને ચારિત્રમોહ જ્યારે ગરમી-ઠંડીનો સંયોગ શરીર સાથે થાય ત્યારે તે પોતાને સુખનું કે દુઃખનું સેવન કરી રહ્યો છે એવો અનુભવ કરાવે. આથી સુખના સેવનમાં જીવ ભ્રમાત્મક આનંદ અનુભવતો તેની અનુમોદના દ્વારા અનુબંધ કર્મ બાંધે અને દુઃખ અનુભવી રહ્યા રૂપ પોતાનો પાપોદય માને. તેમાં નિમિત્તના કારણને પ્રધાન માની તેની નિંદા-ટીકા, અરતિ કરવારૂપષ ધારણ કરી અનુબંધ કર્મ બાંધે.
બીજું એક કારણ બીજી ઈન્દ્રિયોને પોતાનું જ્ઞાન કરવા અતિ મર્યાદા રૂપ સાધન છે. સાંભળવા માટે કાન બે, જોવા માટે આંખ બે, સુંઘવા માટે નાક પણ બે, સ્વાદ પારખવા જીભ એક છે. જ્યારે ૮ સ્પર્શને જાણવા આખા શરીરમાં વ્યાપ્ત સ્પર્શેન્દ્રિય અંદર અને બહારથી તે પોતાના વિષયનો અનુભવ કરી શકે છે. તેથી શીત-ઉષ્ણાદિનું સતત જ્ઞાન થયા કરે. તે પુદ્ગલો આખા વાતાવરણમાં બધે વ્યાપ્ત હોય એટલે આખો દિવસ તેનો સતત અનુભવ થાય અને મોહના ઉદયે જીવને સુખ દુઃખની ભ્રાંતિ થયા કરે. આથી સ્પર્શનેન્દ્રિયના આઠ વિષયોથી આત્માને મુક્ત થવું અને પોતાના સમતા સુખનો અનુભવ કરવો અતિ દુષ્કરમાં દુષ્કર કાર્ય છે. વળી સ્પર્શનેન્દ્રિય જીવને એકેન્દ્રિયાદિ સર્વ ભવોમાં પ્રાપ્ત થાય અને મન સિવાયના અસંજ્ઞી સંમૂર્છાિમ ભવોમાં તો મિથ્યાત્વની ગાઢવાસના નિયમા હોય તેથી તે તેના વિષયોને સુખરૂપે માની વિષય ભોગવવાના ગાઢ સંસ્કાર પડ્યા. તેથી મનુષ્યાદિ ભવમાં મન મળ્યા પછી ઈન્દ્રિયના સુખોને દુઃખરૂપે માનવું પણ દુષ્કર થાય તો પછી છોડવા તો કેટલા દુષ્કર થાય તે સમજી શકાય છે. - જિનશાસન વિષય સુખને દુઃખરૂપે કહે છે પર લક્ષણ તે દુખ કહીએ નિજ વસતે સુખ લહીએ. આત્માના ગુણ સિવાય આત્માને કયાંય સુખનો અનુભવ થઈ શકે નહીં. આથી આત્મા સિવાય સર્વ બાહ્ય પુદ્ગલ સંયોગ વડે આત્માને દુઃખ જ મળે. સંયોગમૂલા જીવેણ, પત્તા દુઃખ પરંપરા. પર સંયોગરૂપ સંસારથી જ જીવને દુઃખની પરંપરાની પ્રાપ્તિ થઈ છે. • લોકમાં ચાર પ્રકારના સુખ મનાય છે?
લોકે ચતુર્નેિહાર્યેષુ, સુખશબ્દ પ્રયુજ્યd, વિષયે વેદના ભાવે, વિપાકેમોક્ષ એવ ચારપા.
(તસ્વાર્થ સૂત્રકારિકા)
અજીવ તત્વ | 249
Page #267
--------------------------------------------------------------------------
________________
૧) વિષય સુખ શીતળવાયુ શરીરને સુખાકારી જણાય છે. શીતળ સ્પર્શ તે સુખરૂપ લાગે તે વિષયસુખ.
૨) દુઃખના અભાવમાં સુખ : રોગાદિ દુઃખના અભાવમાં, પુત્રાદિ ન હોય અને પ્રાપ્ત થાય એટલે સુખી માને.
૩) પુણચકર્મના વિપાકમાં સુખ : પુણ્યના ઉદયથી મળતા, ધનવૈભવ, અનુકૂળતાઓના ભોગવટાને સુખ માને છે.
૪) મોક્ષ સુખ : કર્મ, ક્લેશથી સર્વથા મુક્તિ થવાથી આત્મામાં પ્રગટતો ગુણોનો પૂર્ણ આસ્વાદરૂપ આનંદ એ સર્વથી ઉત્તમ સુખ મનાય છે.
જિનશાસનમાં માત્ર કર્મ, કલેશ, કષાયાદિ દોષોના સર્વથા નાશથી આત્મામાં ગુણ વૈભવ અનુભવરૂપ જ સ્વાધીન અનુપમ મોક્ષ સુખ રૂપે મનાય છે. બાકીના ત્રણ સુખો પુદ્ગલનો પરસંયોગરૂપ તેમાં માત્ર સુખના આરોપરૂપ છે પણ આત્માને તેમાં સુખ નહીં પણ માત્ર દુઃખ રૂપ છે, તેથી તેને સુખરૂપ નહીં પણ દુઃખરૂપ જ માને છે. આથી જિનાજ્ઞા મોક્ષ સુખ માટે સર્વસંયોગના ત્યાગરૂપ છે. સંયોગોના ત્યાગપૂર્વક જો ધ્યાન કરવામાં આવે અને તેના ફળરૂપે દોષોનો ક્ષય થાય તો દુઃખ ટળે અને કાયમી-શાશ્વત-સ્વાધીન અનુપમ સુખ મળે.
તેથી દુઃખખઓ કમ્મખો કાઉસ્સગ્ગ ધ્યાનનું વિધાન છે. કાયોત્સર્ગ ધ્યાનમાં કાયાથી છૂટી-આત્મા સાથે રહી આત્માના જ્ઞાનાદિ ગુણમય બને તો કાયાદિના પોદગલિક ભાવરૂપ રાગાદિ દોષો ટળે તો આત્માના ગુણ અનુભવ રૂપ સુખની પ્રાપ્તિની અનુભૂતિ થાય.
સર્વજ્ઞ જ આત્માના સંપૂર્ણ સુખનું સ્વરૂપ અને તેના સચોટ ઉપાય બતાવી શકે. આથી સર્વજ્ઞ પરમાત્માએ જે કાંઈ આજ્ઞા ફરમાવી તે માત્ર આત્મસુખને આત્મા વર્તમાનમાં જ માણી શકે તે માટે જ ફરમાવી છે. માત્ર ભવિષ્ય માટે બતાવી નથી પણ જે જિનાજ્ઞાના સંપૂર્ણ સ્વરૂપને સમજી ન શકે અથવા પૂર્ણ પાળી ન શકે તો તે જિનાજ્ઞા પાલન વડે પૂર્ણ નિર્જરા ગુણની પ્રાપ્તિ ન થાય પણ પુણ્ય બંધાય જેના ઉદયે બાહ્ય સુખ સંયોગોની પ્રાપ્તિ થાય. આત્મ સુખની પ્રાપ્તિ આત્માના ગુણાનુભવ રૂપ શુદ્ધ ધર્મ જેટલા અંશે કરશે તેટલાંશે તેને આત્મસુખ થાય.
શુભકર્મના વિપાકરૂપ પુણ્યના ઉદયથી પ્રાપ્ત સંયોગ સુખ દુઃખરૂપ શા માટે? 250 | નવ તત્ત્વ
Page #268
--------------------------------------------------------------------------
________________
સર્વ પુણ્યફલં દુઃખ, કર્મોય કૃતત્વતા તત્ર દુખપ્રતિકારે, વિમૂઢાનાં સુખવધી:13
(અધ્યાત્મસાર ૧૮-૬૩) સર્વપુણ્યના ઉદયરૂપ સંયોગરૂપ ભોગની સામગ્રી પ્રાપ્તિ થાય તે કર્મજન્ય પરકૃત સુખ. તે માત્ર દુઃખના પ્રતિકારરૂપ હોવાથી મૂઢ જીવોને તેમાં સુખત્વ બુદ્ધિ થાય છે.
જેમ શરીરમાં રોગ ન હોય તો સ્વાભાવિક આરોગ્ય સુખનો અનુભવ થાય તેમ આત્મામાં કર્મકૃત મોહનો કોઈ ઉદય ન હોય તો આત્માના સહજ આનંદસુખનો અનુભવ થાય. જેમ વાતાદિના વિકારથી શરીરનું નિરોગી સુખનું વેદન થતું નથી પણ પીડાનો અનુભવ થાય છે તેમ પુણ્યના ઉદયથી જે ભોગ સામગ્રીની પ્રાપ્તિરૂપ સુંદર દેહાદિ પ્રાપ્ત થાય ત્યારે મોહથી આકુળ થઈ ભોગ પ્રવૃત્તિ કરી, તે વખતે અનુકૂળતામાં સાતાનું અને રતિના સુખનું વેદન કરે તે તેનું સુખ નથી પણ પ્રથમ મોહથી જે વ્યાકુળતા પ્રગટી તે દૂર કરવા તેના પ્રતિકાર રૂપ ભોગની પ્રવૃત્તિ પણ દુઃખરૂપ જ છે. ભોગની પ્રવૃત્તિ ભોગની ઈચ્છાના ક્ષણભર શમનરૂપ છે. ભોગની ઈચ્છા તે મોહના વિકારરૂપ છે. મોહ તે સ્વભાવની વિકૃત્તિરૂપ દુઃખ જ છે. ઈચ્છા તે દુઃખ અને તેનું શમન થાય પણ મોહનો નાશ થતો નથી. તેથી ફરી તેની ઉત્પત્તિ થાય. આથી મોહના શમન પણ ફરી ઉત્પતિના કારણરૂપ હોવાથી તે દુઃખ રૂપ છે. જ્યારે મોહ મૂઢ ક્ષણભર થયેલા તે શમનને જ સુખરૂપ માને છે. પુણ્યથી પ્રાપ્ત સુખ ચાર કારણોથી દુઃખરૂપ છે:
परिणामाच्च तापाच्च, संस्काराच्च, बुधैर्मतम्।। गुणवृत्ति विरोधाच्च, दुःखं पुण्यभवं सुखम्।।
અધ્યાત્મસાર (૧૮-૬૪) ૧) પરિણામથીઃ વધ માટે બકરાના દેહની પુષ્ટિ. પરિણામે અત્યંત દુઃખરૂપ, યજ્ઞ કે બલિ, કે મુસલમાનો બકરી ઈદ માટે બકરાને લીલા ઘાસાદિ ખવડાવીને શરીર લોહીમાં થતી પુષ્ટિ બકરાને પોતાને તાત્કાલિક સુખરૂપ લાગે પણ તે તેના વધ માટે હોવાથી તે પરિણામે તેનું સુખ દારુણ વિપાકવાળુ છે. તે જ રીતે અજ્ઞાન જીવો અનેક જીવોની હિંસા વડે તૈયાર થતાં માંસાદિ મહાવિગઈ રૂપ ભોજન તથા દારૂ આદિ માદક પીણા કે અભક્ષ્ય સચિત્તાદિ ભોજનાદિ વડે શરીર પુષ્ટિ, શરીર
અજીવ તત્ત્વ 251
Page #269
--------------------------------------------------------------------------
________________
શોભા, અન્ય પણ શરીર સંબંધિ ભોગસુખો પરિણામે દારુણ પરિણામ વાળા છે. જેમ જળો નામનો કીડો ખરાબ લોહી તેને પીવા મળે ત્યારે તે લોહી પીવામાં પોતાને સુખનો અનુભવ થતો લાગે. તે તેના માટે ત્યારે અત્યંત પ્રિયરૂપ બને પણ વેપારીઓ તેનું સમગ્ર લોહી નીચોવી, તેનું પીધેલું લોહી વમન કરાવી ફરી તેને લોહી ચુસવા ઉપયોગ કરે. જ્યારે જળોનું લોહી નીચોવે ત્યારે તે ભયંકર પીડાનો અનુભવ કરે આમ તેનું લોહી ચુસવારૂપ સુખ પરિણામે ભયંકર દુઃખરૂપ બને. તેમ સંસારી જીવો વિષયોને સુખ માની ભોગવી આનંદ અનુમોદન કરવા વડે તીવ્ર વિપાકને કરનારા કર્મબંધ કરી વિપાક વખતે ભયંકર પીડા ભોગવે.
૨) તાપથી: (ઈન્દ્રિયોની ઉત્સુકતારૂપી તતતા) તપેલા લોઢાનો ગોળો હોય તેના પર પાણી નાંખવામાં આવે તો તે તરત તીવ્ર તાપને કારણે પાણીને શોષે છે. જેમ અગ્નિથી તપેલા ગોળામાં તમતા છે તેમ જીવમાં અનુકૂળ ભોગો પ્રત્યે ઈન્દ્રિયોની ઉત્સુકતા (વિષયવાસના) છે તે ઉત્સુકતાને કારણે તેને રાગાદિનો તાપ વર્તે છે. જેમ તપેલા ગોળા પર પાણી નાંખવાથી થોડો કાળ તાપ ઘટે તેમ રાગાદિ (ભોગઈચ્છા) થોડીવાર શમન થાય. તેમ અગ્નિના સંપર્કવાળો ગોળો પાણીને શોષીને સદા તત રહે છે. તેમ જીવમાં ઈન્દ્રિયોના વિષયની ઉત્સુકતા રહેલી હોય કે કયારે ભોગ મળે? અને કયારે ભોગ ભોગવું? તે ભાવરૂપ તાપ સદા વર્તતો હોય છે તો તેવા જીવને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? આથી રાગાદિથી અનાકુળ યોગીઓ જ આત્મસુખ માણી શકે.
ભોગ સામગ્રીના કાળમાં રતિના (સુખરૂપ) અનુભવ થાય તે શું છે
સામાન્યથી જે જે ઈન્દ્રિયોના જે જે વિષયો પ્રત્યે ઉત્સુકતા હોય તે તે પદાર્થ પ્રત્યે રાગ વર્તે, જો ગુલાબ જાંબુ ખાવાની ઉત્સુકતા (ઈચ્છા) હશે તો ગુલાબજાંબુ પર રાગ, તેથી તે મળશે ત્યાં સુધી તે સંબંધિ ન મળ્યારૂપ અરતિનો સ્પર્શ રહે અને ઈષ્ટ વિષય પ્રાપ્તિ થાય એટલે તે જલદી ચાલ્યા ન જાય તેની ઈચ્છા પણ પ્રાય હોય એટલે અરતિ રહે અને પુણ્યોદયે ભોગસામગ્રી હોવા છતાં પોતાને તેવા પ્રકારના શરીરાદિ ઓચિંતા રોગાદિ કારણ આવતા ગુલાબજાંબુ વિદ્યમાન હોવા છતાં બીજા બધા વાપરતા હોય અને પોતે ન વાપરી શકે તેમાં તેને ખેદ પરિણામરૂપ અરતિ રહે. તેમ અરતિના સતત સંતાપથી જીવને સુખ ક્યાંથી? વળી વિષય સુખના અનુભવકાળમાં તેના વિરોધી પદાર્થ (સાધન) નિમિત્તમાં દ્વેષ ઊભો રહે! રૂપસેન અને સુનંદા વસંત ઋતુમાં ઉદ્યાનમાં પુષ્પોની સુગંધ અને સંગીતનું સુખ માણી રહ્યા
25 | નવ ના
Page #270
--------------------------------------------------------------------------
________________
છે, તેમાં સુનંદાના રૂપને જોઈ તેના પૂર્વભવનો સુનંદાનો યાર, કાગડાના ભાવમાં સુનંદાના રૂપમાં આસક્ત થઈ આનંદમાં આવી કાકારવ જોર જોરથી કરે છે. સુખમાં ભંગ માનતા બે વખત પત્થરાદિથી કાગડાને ઉડાડયો તો પણ ન ઉડતા બાણથી ઘાયલ કર્યો. જ્યાં દ્વેષ વર્તે ત્યાં સુખ ક્યાંથી?
૩) દુખના જ સંસ્કારથીઃ ઈન્દ્રિયના સુખના ભોગકાળ દરમ્યાન ભોગ સુખનો અનુભવ જે રતિના પીડારૂપ અને ભોગ કાળ પૂર્વે ઉત્પન્ન ઉત્સુકતા અને તે ઈચ્છારૂપ, તે દુઃખરૂપ તેથી તેના સંસ્કારો વિષયના ભોગકાળમાં નિવર્તન પામતા નથી. ક્ષણભર ઈચ્છાની નિવૃત્તિ દેખાય પણ નાશ પામતી નથી અને ભોગવેલા ઈષ્ટ પદાર્થ પ્રત્યે રાગભાવ વર્તે છે. તે રાગના સંસ્કારો તથા ભોગ પ્રવૃત્તિના સંસ્કારો આત્મામાં પડે તે સંસ્કારોના કારણે ફરી ફરી ભોગની ઈચ્છા અને પ્રવૃત્તિ થાય તે દુઃખરૂપ છે.
૪) ગુણવૃત્તિના વિરોધથીઃ પુણ્યના ઉદયરૂપ જ્યારે હોય ત્યારે પુદ્ગલના અનુકૂળ સંયોગને સુખરૂપ માનવારૂપ મોહ પરિણામ રહેલો હોવાથી તે દુઃખરૂપ છે. પુણ્યના ઉદયરૂ૫ અનુકૂળ પુદ્ગલ સંપન્ન પરરૂપ-પરાધીન સ્વરૂપ હોવાથી દુઃખ રૂપ છે અને તેને ભોગવવાના ભાવ સાથે પ્રવૃત્તિ પણ મોહજન્ય હોવાથી દુઃખ રૂપ છે, તેથી તે સિદ્ધ આત્માની વિરુદ્ધ છે તેથી ત્રણે આત્મગુણોથી વિરુદ્ધ હોવાથી દુઃખરૂપ છે. બીજી રીતે સત્વગુણનું કાર્ય સુખ, તમોગુણનું કાર્ય મોહ, રજોગુણનું કાર્ય દુઃખ આમ ત્રણે વિષમ હોય ત્યારે એકબીજાને અભિભવ કરે. સમાન હોય ત્યારે સત્ત્વગુણમાં સુખ હોય ત્યારે પણ રજોગુણ અને તમોગુણ અંશથી સત્ત્વગુણનો અભિભવ કરે, આથી ત્રણે વિરોધી હોવાથી અને સાથે રહેવાથી એક બીજાને અભિભવ કરે. પુણ્યના ઉદયરૂપ સુખ આ ત્રણ ગુણ યુક્ત તેથી તે દુઃખરૂપ છે.
નમિરાજર્ષિને દાહજ્વર ઉત્પન્ન થયો. દાક્તર શરીરમાં શા માટે થાય? શરીરના સાતાના સુખ માટે શીતળતાનો જેટલો વધારે ઉપયોગ કરવામાં આવે, શીતળજળથી વારંવાર સ્નાન, હાથ-પગને ધોવા સાફ કરવા, અંગનાદિ લેપ, તે નિમિત્તે બીજા જીવોને જે કંઈ ત્રાસ-પીડા આપવામાં આવે અથવા પોતાના સ્વાર્થ કે પોતાની અનુકૂળતા કે પાપ છુપાવા બીજાને ભયંકર પીડા, ત્રાસ કે બળતરા થાય તેવી પ્રવૃત્તિ આચરણ કરવામાં આવે તો તેના વિપાકરૂપે દાહ થાય. નાગશ્રી બ્રાહ્મણીએ કડવી તુંબડીનું શાક મુનિ મહાત્માને વહોરાવ્યું અને તે પ્રાણઘાતક મહાવેદનાના કારણભૂત શાકના વહોરાવવાથી, મુનિના પ્રાણ ગયા, અને તે નિમિત્તે નરકાદિ
અજીવ તત્ત્વ | 253
Page #271
--------------------------------------------------------------------------
________________
દુર્ગતિ અનુભવી ઘણા ભવ પછી તે સાગરદત્ત સાર્થવાહને ત્યાં સુકુમાલિકા નામે તેની પુત્રી થઈ. તે દાહજ્વરથી વ્યાપ્ત થઈ તે સુકુમાલિકાના સાર્થવાહ પુત્ર સાથે લગ્ન થયા. તેના સ્પર્શથી તેને દાહની ભયંકર પીડા થવાથી તે ભાગી ગયો, બીજા ભીખારી સાથે તેને પરણાવી તે પણ ભાગી ગયો. આમકર્મના વિપાક જીવને ઘણાભવો સુધી ભોગવવા પડે. આમ સ્પર્શ સુખના ભોગવટામાં જેટલો આનંદ અનુમોદન થાય બીજાને પીડા આપવાથી આવા કર્મબંધ અને તેના વિપાક જીવને ભોગવવા પડે.
શીતળતાદિ સ્પર્શ સુખના રોગમાંથી મુકત થવાનો ઉપાય:
ચંદનાદિ શીતળ વસ્તુના લેપ શરીરને કરવાથી આત્મામાં શીતળતાને બદલે મોહનો તાપ-પીડા વધે, અને તે જ શીતળ ચંદન પ્રભુના અંગોને કરવાથી સર્વ મોહના નાશથી પરમાત્માના અંગો સમતારૂપ શીતળતાથી ભરેલા છે તેવી સમજણથી સહજ સમાધિ-સમતાની રુચિ પ્રાપ્તિ થાય. પ્રભુના નામ સ્મરણમાં પણ તેવી તાકાત કે પાપ સઘળા નાશ પામે.
શીતલ ગુણ જેમાં રહ્યો, શીતલ પ્રભુ મુખરંગ, આભશીતલ કરવા ભણી, પૂજે અરિહા અંગ. શીતળતા ગુણ હોડકરd તુમ, ચંદન કહાંબિચારા, તુમ નામ તાપ હરત હે વાંકુ ઘસતા ઘસારા”
| (શીતલનાથ સ્તવન-પૂ. મહોપાધ્યાયજી) નમિ રાજર્ષિના દાહજ્વરની શાંતિ માટે ચંદનના લેપ રાણીઓ ઘસી ઘસીને થાકી ગઈ પણ દાહવર શાંત ન થયો પણ પ્રભુની સર્વ જીવોને અભયદાન આપવારૂપ દીક્ષા ગ્રહણનો ભાવ કરવા માત્રથી દાહજ્વર શાંત થયો, તો પછી જિનની આજ્ઞાના પાલનથી તો ગમે તેવા કષાયો નાશ પામે છે તે ચોક્કસ છે.
“વિષયલગનકી અગ્નિ બુઝાવત તુમ ગુણ અનુભવ ધારા ભાઈ મગનતા તુમ ગુણ રસકી કુણ-કંચન કુણદારા”
(પૂ. મહોપાધ્યાયજી) વિષયોની અગ્નિ વિષયોના સેવનથી વૃદ્ધિ પામે. વિષયોના ત્યાગથી જ વિષયો શાંત થાય. ચંદનાદિ શીતળ, શરીરમાં વિષયની અગ્નિ વધારે છે. તેના ભોગથી તે 254 | નવ તત્ત્વ
Page #272
--------------------------------------------------------------------------
________________
વૃદ્ધિ પામે પણ તે જ વસ્તુ પરમાત્માને ચડાવવામાં આવે અને પરમાત્માના ગુણોનું સ્મરણ-ગાન કે ભક્તિ કરવામાં આવે તો પરમાત્મામય બનવાથી તે વિષયવાસનારૂપી અગ્નિ નાશ પામતા વાર ન લાગે.
આસામચિંત્ય-મહિમા-જિનપસંસાવો,
નામાપિપાતિ ભવતો ભવતો જગત્તિ, તીવાતપોપહત-પાન્થજના નિદાઘાછા
(કલ્યાણ મંદિર) પ્રભુનામ સ્મરણથી, સઘળાં વિઘટેપાપ-સંતાપ, જે પ્રભુના અવતારથી અવનીમાં શાંતિ બધે વ્યાપતી
જે પ્રભુની સુપ્રસન્નને અમીભરી દષ્ટિ દુઃખો કાપતી. પ્રભુદર્શનની શીતલતાથી વિષયાદિ કષાયો રૂપ અશુભ ભાવો આત્મામાંથી ચાલ્યા જતાં આત્મા શીતલ નિર્વિકારી બને છે. પ્રભુના નામ-જાપ સ્મરણથી એકાગ્રતાથી આત્મામાં પ્રગટ થતી ઊર્જાથી પાપ-સંતાપ સઘળા ટળી જઈ પરમ શાંતિ પ્રગટે છે.
“સુરભિ અખંડકુસુમાગ્રહી, પૂજે ગત સંતાપ,
સુમનાતુ ભવ્ય જ પરે, કરીએ સમકિત છાપ.” પ્રભુને સુગંધી અખંડ પુષ્પો શા માટે ચઢાવવાના??
પુષ્પો, સુગંધી, કોમળ હોય પરમાત્મામાં રહેલા ગુણો પણ તેવા જ. ગુણોરૂપી સુગંધથી આપણું મન વાસિત થાય, રુચિ પ્રગટે અને વિષયસુખની વાસનારૂપથી સંતાપ અનુભવતું આપણું દોષિત મન-દોષથી મુક્ત થાય અને સદા ગુણમય બનતાં જિનાજ્ઞા સ્વીકારવા રૂપ દીક્ષા ગ્રહણ ભાવના મનની અંદર સદા રમતી થાય અર્થાત્ નિર્મળ સમ્યગ્દર્શન પ્રગટ થાય તે માટે જ સુગંધી પુષ્પોથી પ્રભુની પૂજા કરવાની છે.
આત્માએ પુદ્ગલના સ્પર્શને ભોગવવાનો નથી પણ આત્મગુણોની રુચિરૂપ સ્પર્શ કરવાનો છે. ગુણોનો સ્પર્શ થવો એટલે પોતાના દોષો પ્રત્યે કરુણા, તેને દૂર કરવા રૂપ નિર્વેદ અને તેને અનુભવવા રૂપ સંવેગ રુચિ રૂપ પરિણામોની સતત
અજીવ તત્ત્વ | 255
Page #273
--------------------------------------------------------------------------
________________
સ્પર્શના કરવાની છે. મિથ્યાત્વના ઉદયે, શરીર, ઈંદ્રિયને ઈષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ પ્રાપ્તિ થાઓ, તે રૂપ આર્તધ્યાન રતિ-અરતિ, સુખ-દુઃખ સંવેદન સદા ચાલુ રહે તેને બદલે રતિ-અરતિ મોથી બચવા અનુકૂળતા કે સાતાના સુખને છોડવાનો ભાવ અને પ્રતિકૂળતા કે અસાતામાં દુઃખ ન લાગવા રૂપ થાય તો આત્મા પોતાના સમતા સુખને અનુભવી શકે.
પ્રવચન અંજન જે સશુરુ કરે દેખે પરમનિદાન હૃદયનયન નિહાળે જગધણી મહિમા મે સમાન.
(પૂ. આનંદઘનજી મ.સા.) આત્મામાં સ્વાધીન થવા ગુરુને પરાધીન થાઓ: પ્રશમરતિ ગ્રંથમાં પૂ. ઉમાસ્વાતિ મહારાજ કહે છે. જ્ઞાન ગુરુને આધીન છે? એટલે તમે ગુરુને પરાધીન થાઓ તો ગુરુનું જ્ઞાન તમને આધીન થાય. આથી ગુરુને પરાધીન થવાની સાધના આત્મજ્ઞાન સ્વાધીન કરવા વડે આત્માએ સર્વ પરાધીનતા તોડી સ્વાત્માને સ્વાધીન થઈ સ્વાત્મામાં લીન થવાનું છે.
સદ્ગને આધીન થવું એટલે સર્વજ્ઞ વચનને આધીન થવું. સદ્ગુરુનું પણ કાર્ય તેને જ શરણભૂત બને જેને પરમાત્માના શરણાર્થી બનવું હોય. પરમાત્માનું શરણ એટલે જ સર્વજ્ઞ વચનનો તત્ત્વરૂપે સ્વીકાર કરવો. સર્વજ્ઞ તત્ત્વ વડે વસ્તુ વિચારતાં વસ્તુ પૂર્ણ સત્ય સ્વરૂપે દેખાશે, તેથી તમારા વિચારો દિવ્ય થશે, દિવ્ય ભાવો પ્રગટશે. વસ્તુનું જ્યાં અજ્ઞાન ત્યાં મોહદષ્ટિ, ત્યાં કર્મબંધ. જ્યાં તત્ત્વ દષ્ટિ, ત્યાં સત્વખીલે! એટલે મોહદષ્ટિ છૂટે તો પુદ્ગલભાવની પરાધીનતાથી છૂટવાની વાત, નહીંતો પુદ્ગલભાવથી બંધાવાની વાત આવે.
માત્ર પવાર્ય જ્ઞાન એ મિથ્યાજ્ઞાન છે:
માત્ર ઈન્દ્રિયોથી જો વસ્તુનો નિર્ણય થાય તે જ્ઞાન પૂર્ણ નહીં. પર્યાય માત્ર જ્ઞાન, પર્યાય જ્ઞાન-મિથ્યાજ્ઞાન તે વસ્તુમાં વિષયભાવ જગાડે આથી એક વિષયમાંથી બીજા વિષયોના આવર્તમાં ફસાઈ જવાય. આકારથી રૂપમાં, રૂપથી ગંધમાં, ગંધથી રસમાં, રસથી સ્પર્શમાં ફસાતો-બંધાતો જાય, આમ આત્મા બહિરાત્મા બનતો જાય. આથી આંખમાં સદ્ગુરુ દ્વારા પ્રવચન અંજન ન કરવામાં આવે તો આંખ વડે બહિરાત્મામાં-આત્માની બહાર ભમવા જવાનું થાય.
254 | નવ તના
Page #274
--------------------------------------------------------------------------
________________
શાલિભદ્ર અને મેઘકુમારે દેહની સુકોમળતાને કેવી રીતે દૂર કરીઃ પુણ્યના ઉદયની પરાકાષ્ટાથી જે શાલિભદ્રને દેહની સુકોમળતાની પ્રાપ્તિ થઈ અને તેને કારણે ફૂલની કોમળ શય્યા પણ જેને ખૂંચતી તે જ શાલિભદ્રએ પરમાત્માના પરમ પ્રવચન અંજનના પાનથી સુકોમલ એવાદેહને તપ-ત્યાગ -જ્ઞાન અને ધ્યાનની સાધના વડે હાડપીંજર રૂપ કરી નાંખ્યું અને ફુલની શય્યાને બદલે હવે શીલા પર સંથારો કરીને આનંદ માણતા થયા. તે જ રીતે મેઘકુમાર પણ તેવા જ કોમળ દેહવાળા ને એક જ પ્રવચન અંજને પુણ્યના ઉદયથી સમગ્ર અનુકૂળતાના ઘર રૂપ સંસારને સાપ કાંચળી ઉતારે તેમ છોડી કષ્ટમય સાધુપણું સ્વીકારી લીધું. પણ છેલ્લે સંથારો આવતા ફરી મોહના ઉદયે દેહદષ્ટિ જતા પવિત્ર સાધુઓની રજ ન ગમી. દેહને તે નરકાગાર જેવા દુઃખ રૂપ સાધુ જીવન લાગ્યું. ફરી પ્રભુ પાસે ઓશો આપવા ગયા. ત્યાં પ્રભુએ ફરી દેહ આત્માનું ભેદજ્ઞાન કરાવ્યું. પૂર્વભવ યાદ કરાવ્યો, દબાયેલી શક્તિની ખાતરી કરાવી, પ્રવચનનું દિવ્ય અંજન એવું કરાવ્યું કે તેમાં દિવ્યતા પ્રગટ થઈ. જેને પરમાત્માપદના પરમ સોપાન રૂપ દીક્ષા જે છોડવાની ઈચ્છા થઈ તેમાં કોમળતા સ્નિગ્ધતા જે મોહના કારણભૂત હતી, સમતા સુખમાં જે બાધક હતી તથા પ્રભુની આજ્ઞાના પાલનમાં જે વિજ્ઞકારક હતી તેને તપની ઘોર સાધના વડે શરીરના સર્વ અંગોમાંથી દૂર કરી શરીરના આકાર, રૂપ, દેખાવમાં પરાવર્તન કરી નાંખ્યું. માત્ર શરીર હાડપીંજર રૂપ દેખાય, લોહી, માંસ, ચરબી બધું તપથી ઓગાળી નાંખ્યું. એવા દેહ પર અંતે બે માસનું અનશન કરી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં એકાવતારી ભવ ધારણ કર્યો.
આ ફેરફાર કોના આધારે? તે દિવ્ય વિચાર પ્રવચન અંજનનો આ પ્રભાવ, માટે સમગ્ર સાધુ જીવન ઈન્દ્રિયોના ભોગથી બનેલી અનાદિની પૌદ્ગલિક સુખવાસના તોડવા માટે છે.
આહારની વિષયવાસનાને તોડવા આહારનો દમ:
સાધુપણાની તમામ ચર્યા ઈન્દ્રિયોના વિષયોથી છૂટવા માટે છે અને તે માટે આહારનો ક્રમ એવો જ બતાવ્યો. પ્રથમ (૧) નિરાહાર (અંશન, પાન, ખાદિમ, સ્વાદિમ) ચાર આહાર કે ત્રણ આહાર ત્યાગ (૨) નિરસ આહાર (ષટ, રસત્યાગ, આયંબીલ) (૩) નિવિ (લુખ્ખી-નીવિ) જેમાં ફક્ત વલોણાની છાસ જેમાં સ્નિગ્ધતા ન આવે, છાસ પણ માત્ર દેહસમાધિ ટકાવવા (૪) નિવિગઈ (નિવિયાતો આહાર)
અજીવ તત્ત્વ | 257
Page #275
--------------------------------------------------------------------------
________________
કેવો સરસ ક્રમ. તે માટે સ્વ-પરનું ભેદજ્ઞાન જરૂરી. ભેદજ્ઞાન વિના વિકલ્પોની હારમાળા આત્માને સતાવે. તે વિકલ્પો વાસનારૂપે બને જે અવિદ્યા (મિથ્યાત્વની વાસનારૂપ)રૂપે છે. જે વસ્તુ નાશવત છે એમાં સુખ નથી, તેમાં સુખબુદ્ધિ કરાવી એને મેળવવા, સાચવવા, તેને ભોગવવા વિકલ્પોની હારમાળામાં ગુંથાશે અને આત્મા આર્તધ્યાનને પામી પીડાનો ભાગી બનશે.
મિથ્યાત્વની વાસના તોડવા અર્થાત્ પરપુદ્ગલમાં મારાપણાની વાસના તોડવા રાગ ભાવને વીતરાગ દેવ-ગુરુ પ્રત્યે ફેરવવો. વીતરાગ દેવ-ગુરુ પર પણ રાગ કરાય નહીં. પણ સંસારના રાગ હટે નહીં તો તેને ફેરવવા પ્રશસ્ત આલંબને રાગ પ્રશસ્ત થવાથી તે પાતળો પડે. ગુણ-ગુણના બહુમાને સંસાર બહુમાન છૂટી મોક્ષ સન્મુખતા પ્રગટ થાય. જે પરંપરાએ મોક્ષનું કારણ બને.
આત્માનો સ્વભાવ પુદગલના સ્પર્શને જાણવાનો અને પોતાના ગુણોને સ્પર્શવાનો-અનુભવવાનો છે, આત્માનો સ્વભાવ પુદ્ગલનો સ્પર્શ કરવાનો નથી. ગુણોની સ્પર્શના ૪થે ગુણઠાણે આત્મા કરે છે એટલે સંવેદના થાય. અનુકંપાનો, શ્રદ્ધાનો પરિણામ થવો તે સ્પર્શના રૂપે છે તેથી તે ભાવ રૂપે પ્રગટ થાય. કરુણાનો ભાવ થયો, બચાવવાનો ભાવ થયો એ ભાવરૂપ થયો. સ્વભાવરૂપ ન થયો પણ એ સ્વભાવ સન્મુખ છે. વાતાવરણ જરાક ફર્યું ને આપણામાં મોહના પરિણામ રૂપ રતિ-અરતિ થઈ. આત્માને પોતાનો સ્પર્શ નથી. પાંચમે ગુણઠાણે અનુભવે છે. વિરતિ દ્વારા હમણાં ઠંડક છે તો તેને માત્ર જોય રૂપે જાણી લેવાનું છે. એ સંયોગજન્ય છે માટે એ હેય છે, માટે ત્યાગને યોગ્ય છે માટે એ છોડવા જેવો છે અને નથી છોડી શકતો તો એ ઉદાસીન પરિણામમાં રહે. વિરતિનો અર્થ જ છે કે આત્મા માટે હેય રૂપ સંયોગોનો ત્યાગ કરવાનો. જેટલા અંશે ત્યાગ કરે છે તેટલા અંશે તેનામાં વિરતિ આવે છે. માટે જ અપ્યાણ વોસિરામિ તો વોસિરાવ્યું શું? કાયારૂપ પુદ્ગલને વોસિરાવાની છે. કાઉસ્સગ્નમાં મચ્છર આવ્યો તો તે માત્ર શેયરૂપે જાણવાનું છે કે કાયાને સ્પર્શી રહ્યો છે. દિયામાં આત્માનુભૂતિ કઈ રીતે કરાય?
સૂત્ર દ્વારા અર્થને પકડવાનો છે. અર્થ પકડાય એટલે સૂત્ર છૂટી જાય, પછી અર્થને આત્મામાં પરિણમાવી દેવાનો છે. ઉપયોગ એ સ્વભાવ છે. શુદ્ધ ઉપયોગમય બની જાય તેમ તેમ આત્મા અનુભૂતિ કરતો જાય ત્યારે કાયાને શેયરૂપી જાણી 258 | નવ તત્ત્વ
Page #276
--------------------------------------------------------------------------
________________
રહ્યો છે ને કાયાથી છૂટી ગયો છે. વ્યવહારથી ક્રિયા હોય અને પોતે અનુભૂતિમાં હોય. આપણને ક્રિયા પતી ગયાનો કે સારી થઈ ગયાનો આનંદ છે. દા.ત. ૫૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરે. બરાબર અર્થના ઉપયોગ પૂર્વક કરે તો જ્ઞાનાદિ ગુણ યુકત એવા એના આત્માની રીતસરની સીરીયલ ચાલે, પછી એ અર્થમય બની જાય, કાઉસ્સગ પાળે નહીં પણ પોતે પોતાની નિરાકાર અવસ્થાને અનુભવે.
હમણાં આપણે કરુણા ક્યાં કરવાની? સ્પર્શમાં જ સતત સુખ દુઃખની ધારા, સાતા અસાતાની ધારા ચાલી રહી છે તેમાંથી આત્માને બચાવવાનો છે, સમતાને સ્વભાવરૂપ સતત તેનું સ્મરણ કરવાનું અને સતત તેને અનુભવવાની છે. સમતા જે આપણો સ્વભાવ છે તેને આપણે અનુભવતા નથી તેનું ભાન આવે તેનો પશ્ચાતાપ થવો જોઈએ. એ કોને થાય? આસ્તિયના પાયા પર આવે તેને આવું થાય. શરીરમાં પૂરાયેલો છું ને એની માંગ સતત ચાલુ છે અને આપણે એને આપવાનું નથી. ભેદ જ્ઞાનની ધારા પર સતત ચાલવાનું છે. આત્માનો માંગ-માંગ કરવાનો સ્વભાવ નથી. તારે એનાથી છૂટા થવાનું છે માટે એની આપ-આપની ડિમાન્ડથી છૂટવાનું છે. એના પર કંટ્રોલ કરવાનો છે, નહીંતો એક બાજુ ધર્મની આરાધના ચાલશે અને બીજી બાજુ સંસાર પણ ચાલશે. માટે ૮ સ્પર્શનો સતત ઉપયોગ આવવો જોઈએ. માટે શેય કર્યા પછી બે કાર્ય કરવાના છે-શકયનો ત્યાગ ને અશકયમાં ઉદાસીન પરિણામ. તો જ આપણે આત્મ અનુભૂતિના સ્તર પર આવી શકીશું.
આત્મા અનાદિથી પર (પુદ્ગલ) સાથે જોડાયેલો છે. ધર્મ કરતાં કરતાં પરથી છૂટા થવાનું લક્ષ્ય હોય તો જ ધર્મની આરાધના થશે, નહીંતો વધારે સારી રીતે બંધાવાની જ વાત આવશે. સંયોગ એ જ સંસાર છે આ વાત પરિણામ રૂપે નહીં સમજાય ત્યાં સુધી હિતની વાત નહીં સમજાય. આત્મા નિઃસંગ સ્વરૂપે છે ને એ ભાવમાં ન આવે ત્યાં સુધી પોતાના પરિણામને વેદતો નથી અને તે જ આત્માનું અહિત. પોતાના પરિણામને વેદતો હોય તો જ પોતાનું હિત. અનાદિથી દ્રવ્ય ને ભાવ બંનેથી પરનો સંગ થયેલો છે. ભાવરૂપી મોહનો પરિણામ થયેલો છે તેનાથી આત્મા જો છૂટે તો જ પોતાના પરિણામને વેદી શકે.
સંયોગ-વિયોગ કોના કારણેn: મોહના પરિણામથી આત્મા છૂટો કયારે થાય? પરના સંયોગોથી છૂટે ત્યારે, છૂટવાનો ભાવ હોય ત્યારે. પરથી છૂટા થવાનો ભાવ ન થવો તે જ મોહનો પરિણામ
અજીવ તત્ત્વ | 259
Page #277
--------------------------------------------------------------------------
________________
છે. આ વાતને સમજવા માટે જ ૬ દ્રવ્યની વાત મૂકવામાં આવી છે. સંયોગ-વિયોગ સ્વભાવ માત્ર પુદ્ગલમાં જ છે બાકી કોઈ દ્રવ્યમાં નથી. પણ પુદ્ગલના સંયોગને કારણે તેનો સ્વભાવ આત્મામાં ભ્રમરૂપે પ્રગટ થયો છે કારણ અનાદિથી આત્માને પુદ્ગલનો સંયોગ થયેલો છે. એક પરમાણુ બીજા સાથે જોડાય તે સંયોગ અને છૂટો પડે તે વિયોગ, અને પુદ્ગલનો તે સ્વભાવ જ છે માટે તેમાં આ પ્રક્રિયા નિરંતર ચાલ્યા જ કરે છે. સંબંધો તૂટે નહીં પણ વધારે મજબૂત થાય તેવા જ તમારા પ્રયત્નો છે. સંસાર સ્વરૂપથી નહીં સમજાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ જ રહેવાની છે. અહીં આવ્યા પછી આ જ પ્રક્રિયા બનવાની છે. પૂર્વના મહર્ષિઓ જે નિગ્રંથ હતા તેનો વર્તમાનમાં દુષ્કાળ છે. ૩૦૦-૫૦૦ શિષ્યોના ગુરુ હોવા છતાં, શાસન ચલાવતા હોવા છતાં પણ તેમનામાં નિઃસંગ દશાની રમણતા દેખાતી. વ્યવહાર સંયોગ સંબંધ રાખવો પડે તો રાખે ખરા પણ છતાં નિઃસંગ રહેતા. ૨૪ કલાક અભ્યતર ભાવમાં જ રમે. ભેદજ્ઞાન વિનાનો આત્મા કદી મોક્ષની આરાધના ન કરી શકે, માટે મુમુક્ષુ આત્માને તો ભેદજ્ઞાન વિના ન જ ચાલે. મમલ સાચો ત્યારે જ કહેવાય જયારે ભેદ જ્ઞાનને જાણે. અજીવ (દેહાદિ થી) ભેદ કરવાની રુચિ પ્રગટે અને તેની માટે જ નવતત્વને ભણવાના છે. જીવ અનાદિથી અજીવની સાથે રહી અજીવમય બનેલો છે. યોગ દ્વારા આત્મા અનુભવયમય છે એને હવે ઉપયોગ દ્વારા જીવમય બનાવવાનો છે. ક્રિયાને ધર્મ માની બેઠા છીએ માટે સંતોષ માની બેઠા છીએ. છૂટવા માટે પહેલા ક્રિયા પકડવાની છે. પછી તેમાંથી પણ છૂટી જવાનું છે. ત્યાં પહોંચવા માટે જ પુરુષાર્થ કરવાનો છે. મુહપત્તિના બોલમાં પ્રથમ જ વાત મૂકી છે કે સૂર અર્થ-તત્વ કરી સકયું સૂત્રમાં રહેલા અર્થની તત્ત્વરૂપે શ્રદ્ધા કરવાની છે. એટલે સૂત્રમાં જે અર્થ બતાવ્યો છે તેનો અર્થ આત્મામાં તત્ત્વ રૂપે પરિણામ પમાડવાનો છે. આ તત્ત્વને અંદરમાં પરિણામ પમાડવા માટે બીજા ૪૯ બોલ મૂકયા છે. આત્મામાં રહેલા ગુણો તે જ તત્ત્વ છે. ભયકં કિં તત્ત? ઉપન્નઈ વા, વિગમેઈ વા, ધુવેઈવા, આત્મા ઉત્પન્ન થતો નથી, તેનો વિનાશ થતો નથી પણ ગુણના પર્યાય ઉત્પન્ન થાય છે અને નાશ થયા કરે છે.
-
-
-
(૯) શબ્દ પરિણામઃ પુદ્ગલનું આ વિશેષ લક્ષણ છે. સામાન્ય વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તે દરેક પરમાણુમાં હોય. વિશેષ લક્ષણ બધામાં ન હોય માટે આ પણ આત્માના પરિણામમાં
260 | નવ તત્ત્વ
Page #278
--------------------------------------------------------------------------
________________
નિમિત્તભૂત છે. સૂત્ર જે બોલાય છે તે આત્મામાં પ્રગટેલા જ્ઞાનને બહાર પ્રગટાવવાના સાધન રૂપ છે. કેવલજ્ઞાન એ આત્માની અંદર પડેલું છે. એ અરૂપી છે. શ્રુતજ્ઞાન શબ્દ, લીપી વગેરે રૂપી છે. એના દ્વારા શ્રુતજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય તે અંદર થાય છે. તે બોધ રૂપે થાય તે અરૂપી છે. શબ્દ તો પુદ્ગલવર્ગણા જ તેના દ્વારા મતિજ્ઞાન ને મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન ને શ્રુતઅજ્ઞાન એમ બે પ્રકારે થાય. મોહનો પરિણામ પણ શબ્દ દ્વારા જ થાય. સંગીતના સૂર સાંભળવાથી રાગની ઉત્પત્તિ થાય, કાગડા, કૂતરા, ગધેડાના અવાજોથીષ થાય. આ શબ્દોને પકડીએ તો રાગ-દ્વેષના પરિણામ થાય. રાત્રે બે વાગે આપણે ભર ઊંઘમાં હોઈએ ને કૂતરા ઝગડે તો ઊંઘમાં ખલેલ પડે છે ને આત્મામાં અપ્રીતિનો-દ્વષનો પરિણામ થાય છે ટી.વી., રેડિયો, ફોન, છાપા વગેરે દ્વારા શબ્દોથી સંસારનો જ વ્યવહાર ચાલે છે. આમાં આત્મા પોતાના સ્વરૂપને, સ્વભાવને ન સમજે તો સંસારનું સર્જન જ કરે. શબ્દ પણ પરિગ્રહ જ છે માટે પૂર્વના કાળમાં અક્ષર લખે તો પણ પ્રાયશ્ચિત આવે. ૧૪ પૂર્વ પણ મુખપાઠ હતા. એક પણ ગ્રંથનો પરિગ્રહ ન હતો. ગુરુ શિષ્યને આપે, તેઓ તેની પરાવર્તના કરે. જિનશાસનનો માર્ગ કેવો વિશુદ્ધ કોટિનો હતો. પુગલ એ પરિગ્રહ જ છે તેનો પરિગ્રહ કરાય નહીં. કારણ, પુગલના સંયોગરૂપ પરિગ્રહ એ જ સંસાર અને તે પરિગ્રહથી આત્માએ પૂર્ણ મુકત થવું એ મોક્ષ.
नर्ते च मोक्षमार्गा द्धितोपदेशोइंस्ति जगति कृत्स्नेइंस्मिन्। तस्मात् परमिदमेवे-ति मोक्षमार्ग प्रवक्ष्यामि।।३१।।
(તત્ત્વાર્થસૂત્રકારિકા-૧) તત્ત્વાર્થસૂત્રની કારિકામાં પૂ. ઉમાસ્વાતિ મહારાજ ફરમાવે છે. આ જગતમાં સ્વાત્માનો અનાદિથી પુદ્ગલ સાથેના સંયોગે જે પરિગ્રહરૂપ-સંસાર છે તેનાથી સર્વથા મુકત થવું તેમાં જ આત્માનું પૂર્ણ હિત છે અને તે જ મનુષ્યભવમાં જીવ કરી શકે છે. આથી ભવ્યાત્મા રૂપ મનુષ્યને મોક્ષમાર્ગ-પુદ્ગલ પરિગ્રહ રૂપ-સંસારથી છૂટવાના ઉપાય રૂપ મોક્ષ માર્ગ સિવાય બીજો કોઈ હિતોપદેશ આપવા યોગ્ય નથી અને બીજું કંઈ પણ કરવા યોગ્ય નથી. આથી જ પૂ. ઉમાસ્વાતિ મહારાજ કહે છે હું મોક્ષ માર્ગને જ કહીશ.
श्रममविचिन्त्यात्मगतं तस्माच्छेयः सदोपदेष्टव्यम्। आत्मनं च परं च (हि) हितोपदेष्टानुगृह्णाति॥३०॥
(તત્ત્વાકારિકા) અજીવ તત્ત્વ | 261
Page #279
--------------------------------------------------------------------------
________________
આથી આત્મહિતના ઉપદેશ કાર્યમાં ક્યારેય પોતાના શ્રમનો વિચાર કર્યા વિના આત્મહિતનું કાર્ય કરવું, જેથી સ્વ અને પર ઉભય ઉપર અનુગ્રહ થાય. જીવનો સ્વભાવ છે. જીવે જીવ ઉપર વાસ્તવિક ઉપકાર કરવો એ મુખ્ય કાર્ય છે અને ન કરે તો તે અપકારમાં નિમિત્તભૂત બને. તે જ રીતે પુદ્ગલનો પણ જીવ પર ઉપકાર કરવાનો સ્વભાવ છે.
शरीर-वाङ्मनः प्राणापानाः पुद्गलानाम्।।५-२०॥ સુd-g-કવિત-મરણોપરાશા-રા.
(તત્વાર્થસૂત્ર) પુદ્ગલનો જીવ પર ઉપકાર શું??
શરીર, વાણી (શબ્દ), મન, શ્વાસોચ્છવાસ, સુખ, દુઃખ, જીવન અને મરણ થવું એ પુદ્ગલનો તે રૂપે થવા રૂપ નિમિત્ત ઉપકાર છે. શરીર રૂપે થવું, વાણી (બોલવા રૂપ શબ્દ), વિચારવારૂપ મન, શ્વાસોચ્છવાસ ગ્રહણ કરવા તથા જે સુખ અને દુઃખરૂપે આપણને લાગે અનુભવાય તથા ૧૦ પ્રાણરૂપે જીવન અને ૧૦ પ્રાણ રૂપે વિયોગ રૂપે મરણ તે બધું પુદ્ગલ દ્રવ્યના સંયોગના કારણે થાય અર્થાત્ જીવદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય બન્ને ઉપકાર અને અપકારના નિમિત્ત ભૂત પણ છે. માત્ર શુદ્ધ સિદ્ધનો જીવ દ્રવ્ય હોય તો તે કોઈ પણ જીવના અપકારમાં નિમિત્ત બનતું જ નથી. પણ શુદ્ધ એવું જીવ દ્રવ્ય એકાંત ઉપકારનું કારણ જીવ દ્રવ્ય પર થાય.
જયારે પણ જીવ સંપૂર્ણ પુદ્ગલ દ્રવ્યના સર્વ પુદ્ગલ-સંયોગથી (પરિગ્રહ) જે સમયે મુકત થાય (મોક્ષ) તે જ સમયે તેના પ્રભાવે એક જીવ અનાદિ અવ્યવહાર રાશિ રૂપ સૂક્ષ્મ નિગોદમાંથી વ્યવહાર નિગોદમાં આવે. અર્થાત્ તેના હવે વિવિધ પર્યાય તરીકે વ્યવહાર થવાને યોગ્ય બની અને જે ભવ્ય હશે તે પોતાના ભવ્યતાના પરિપાકથી અનાદિ પુદ્ગલ પરિગ્રહરૂપ સંસારથી મુક્ત થવા, વિરતિ ધર્મનો સ્વીકાર કરી દ્રવ્ય ભાવ પરિગ્રહથી મુકત બની, સર્વમાં અપકાર કરવાનું અર્થાત્ પીડા આપવાનું બંધ કરી સ્વ-પર ઉપકાર કરવામાં લક્ષ પૂર્વક જીવન જીવતા વીતરાગ બને.
પુગલ દ્રવ્ય જીવ પર ઉપકાર-અપકાર કઈ રીતે કરે?: પુદ્ગલ દ્રવ્યના જે ગતિ બંધાદિ જે ૧૦ પરિણામો છે તે પુદ્ગલના પરિણામો જીવ પોતાના સ્વભાવ પરિણામોને ભૂલીને જયારે તેને પોતાના પરિણામો સમજીને
262 | નવ તત્ત્વ
Page #280
--------------------------------------------------------------------------
________________
તન્યા,
પકડી તે મય પોતાનું જીવન જીવવાનો પ્રયાસ કરશે ત્યારે જીવના અપકારમાં તે પુદ્ગલ પરિણામો સંસાર સર્જનના કારણભૂત બનશે. આથી આનંદમાત્રના ધામ રૂપ અને જીવ દ્રવ્ય પર માત્ર ઉપકારના કારણ ભૂત તે અપકારના કારણભૂત પણ બનશે. अधिकरणं जीवाऽजीवाः॥६-८।।
(તત્ત્વાર્થસૂત્ર) કેવળ જીવ કે કેવળ અજીવ (પુદ્ગલ) કર્મબંધમાં કારણ બનતા નથી. જીવપુદ્ગલમય (પુદ્ગલ સ્વભાવમય) બને તો આશ્રવ રૂપ થાય. આથી જીવ અજીવ સંયોગથી આશ્રવ-અધિકરણરૂપ (અપકાર કરનાર) થાય અર્થાત્ અવરૂપ શરીરના સંયોગથી જીવ અધિકરણ બને. કાયિકી ક્રિયા વડે કર્મબંધનું કારણ બને, એ શરીરનો ઉપયોગ તપ સંયમાદિમાં કરીને જો નિર્જરામાં નિમિત્ત બને તો ઉપકરણ નહીં તો અધિકરણ રૂપ થાય.
પુદ્ગલના ૧૦ પરિણામોમાં સૌથી વધારે અપકાર અને ઉપકાર અપેક્ષાએ શબ્દ પરિણામે થાય. શબ્દ એ પુદ્ગલ દ્રવ્ય છે. તેથી તે અજીવ છે, જીવ નથી. પ્રથમ તેનો નિર્ણય જોઈએ. જીવ જયારે બોલે છે ત્યારે તે આકાશમાં રહેલા ભાષા વર્ગણાના (ભાષા-વાણી-રૂપે બનાવી પરિણાવી શકાય તેવા) પુદ્ગલો ગ્રહણ કરે છે. ભાષા રૂપે પરિણાવી છોડી દેવું તે જ ભાષા (વાણી). શબ્દ બોલવાથી એ પુદ્ગલમાં ધ્વનિ ઉત્પન્ન થાય છે. શબ્દ એ પુદ્ગલનો વિશેષ ગુણ છે. સર્વ પુદ્ગલ વર્ગણામાં ધ્વનિ (અવાજ-શબ્દ) રૂપે થાય તેવો નિયમ નહીં. વેદાંતાદિ દર્શન - ધ્વનિ આકાશમાંથી અગમ્ય ઉત્પન્ન થઈ તેમ માની તેમના વેદાંત શાસ્ત્રોના કોઈ ચોક્કસ પુરુષને માનતા નથી. આકાશમાં ધ્વનિ ઉત્પન્ન થતો નથી પણ આકાશમાં રહેલા ભાષા વર્ગણા વચનબળની સહાયથી ગ્રહણ કરી ભાષા રૂપે પરિણમાવી વિસર્જન કરે અને શ્રવણેન્દ્રિયની સહાયથી સંભળાય. ભાષા વર્ગણાના પુદ્ગલો સૂક્ષ્મ પરિણામી હોવાથી તે ઈન્દ્રિય ગ્રાહ્ય નથી. તેથી રૂપી હોવા છતાં દેખાય નહીં, જયારે તે મુખ વડે શબ્દ રૂપે પરિણામી વાણી (શબ્દ) રૂપે પરિણામે ત્યારે તે બાદર પરિણામી બને તેથી તે કર્મેન્દ્રિય ગ્રાહ્ય બને. ટેપરેકોર્ડ, ગ્રામોફોનમાં પણ તે પકડાય અને બહુ મોટો ધ્વનિ હોય તો કાનના પડદાને ફાડી નાખે. પવનની દિશામાં ધ્વનિ ઘસડાય છે. શબ્દ ગતિ કરે છે તેથી જ અમેરિકામાં બોલનારના તે જ શબ્દો ભારતમાં પણ સાંભળી શકાય છે. આમ શબ્દ એ પુદ્ગલ દ્રવ્ય છે. તેથી જડ છે.
અજીવ ત
Page #281
--------------------------------------------------------------------------
________________
जं सेयं तं समाचरे। સંસાર કે મોક્ષ બે જ વિકલ્પ છે તારી પાસે. પસંદગી સરળ છે, વિચારી લે.
It's your chance for choice.
Page #282
--------------------------------------------------------------------------
________________
છતાં ચેતનને તેના હિત કરવામાં સહાયક પણ છે અને જો તેનો દુરુપયોગ થાય તો અહિતમાં પણ તે કારણ બને. પ્રેમ મીઠાશ હિતકારક શબ્દ બીજાને શાંત કરે અને વેરભાવ, ક્રોધાવેશ, કર્કશ વચન બીજાને અશાંત પણ કરે. • સૌથી વધારે ઉપકાર કોણ-કોના વર્ડ કરી શકે? :
नोपकारो जगत्यस्मिस्,तादृशो विद्यते कवचित्। તુઘવચ્છતા, દિનાં ધર્મશનર-દા.
(ધર્મબિંદુ) અનાદિના દુઃખોનો સર્વથા વિચ્છેદ કરવામાં ઉપાય માત્ર જિનાજ્ઞા છે અને તે જિનાજ્ઞા જણાવવાનું કે જાણવાનું માધ્યમ જિનવાણી છે. તીર્થંકર પરમાત્મા છમસ્થામાં સાધના વડે કેવલજ્ઞાન પ્રગટ કરી સ્વાત્મા પર પૂર્ણ ઉપકાર કરનારા બને છે. પણ જગતના જીવો પર ઉપકાર કરવામાં તે કેવલજ્ઞાન પણ સીધું નિમિત્ત બની શકતું નથી. તે કેવલજ્ઞાનને બીજા સુધી પહોંચાડવા પરમાત્માને પણ ભાષા વર્ગણા ગ્રહણ કરવા વડે તે વાણી વડે પ્રકાશિત કરવું પડે ત્યારે તે કેવલજ્ઞાન પણ શ્રુતજ્ઞાન રૂપ બને. આથી તીર્થંકર પરમાત્મા જે કેવલજ્ઞાનનો પ્રકાશ વાણી વડે કરે ત્યારે તે આત્માગમ કહેવાય અને ગણધરો તે જ વાણીને જે સૂત્ર-અર્થરૂપે ગ્રથિત કરે તેને અનંતરાગમ કહેવાય. પરમાત્મા પોતાની હયાતિ દ્વારા સ્વમુખારવિંદની વાણી વડે અનેક ભવ્ય જીવો પર સર્વથા હિતને કરનારી અર્થાત્ મુકિતરૂપ શાશ્વત સુખમાં નિમિત્ત રૂપ બને અને ગણધરો જે દ્વાદશાંગીની રચના કરે તેના વડે પરમાત્માનું શાસન ચાલે ત્યાં સુધી ભવ્ય જીવોનું હિત થાય. આમ જીવોના હિતમાં સૌથી વધારે ઉપકાર જિનવાણીના માધ્યમ દ્વારા થાય અને જીવનું સૌથી વધારે અહિત પણ જિનવાણીના વિરુદ્ધ ઉચ્ચાર કરવા વડે અર્થાત્ ઉસૂત્રની પ્રરૂપણા વડે થાય, અનંત સંસારીપણું પણ થાય. જે જે આત્મા ઉત્સુત્ર સાંભળે અને ઉન્માર્ગને પામે તે બધાનું ભવભ્રમણ વધવા વડે અહિત પણ થાય. આમ વાણીનું માધ્યમ ઉપકારમાં નિમિત્ત બનવા વડે ઉપકાર અને અપકારમાં નિમિત્ત બનવા દ્વારા જીવ માટે અધિકરણ રૂપ પણ બને. શબ્દ વર્ગણા-શારીરિક અને માનસિક બન્ને પ્રકારના દુઃખમાં કારણ. બહુ મોટેથી, કર્કશ ભાવથી બોલવામાં આવે તો શરીર વેદનાનું કારણ પણ બને. ઢોલના શબ્દથી તીડના શરીરને વ્યાઘાત થાય તેથી તીડને ભગાડવા ઢોલ વગાડવામાં આવે છે. કાનના પડદા ફાટી જાય, માથું દુઃખે વગેરે શારીરિક દુઃખ થાય. કડવા, કર્કશ,
અજીવ તત્વ | 265
Page #283
--------------------------------------------------------------------------
________________
વ્યંગવચન, બોલવાથી અપ્રીતિનું કારણ, ખોટા આક્ષેપ શબ્દથી વૈર, ઝગડા, હિંસાદિ પાપની પરંપરા ચાલે. અપમાનાદિ શબ્દ ન સહન થવાથી યુદ્ધો-આપઘાત, વેર વાળવા વગેરે અનેક અનર્થો સર્જાય. મધુર, હિત, મિત, ઈત્યાદિ વચન બોલવાથી પરસ્પર પ્રેમ, મૈત્રી આદિ ભાવ વૃદ્ધિ, ધર્મ સન્મુખતા, ચિત્ત પ્રસન્નતા, શોક નાશ વગેરે અનેક લાભો પણ થાય.
આમ શબ્દ વર્ગણાનો જો વિવેક પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો અનેક પ્રકારના લાભ પણ થાય. • નિશ્ચય અને વ્યવહારથી આશા શું? :
નિશ્ચયથી શબ્દ એ જડ તેથી જીવ માટે હેય છે. માટે જીવની પૂર્ણતામાં બાધક છે. સિદ્ધાવસ્થા પ્રગટાવવા અંતે તેને પણ હેય કરવો જ પડે. તેથી સિદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાની જેની પ્રતિજ્ઞા (પ્રણિધાન) છે એવા મુનિને ઉત્સર્ગ માર્ગરૂપ જિનાજ્ઞા મુને: ભાવે મૌન. जं सम्मं ति पासहा तं मौणं ति पासहा।। (५-३-१५५)
(આચારાંગ લોકસાર અધ્યયન) सम्यक्त्वमेव तन्मौनं, मौनं सम्यक्त्वमेव वा।। (१३-मौनाष्टक-१)
|
(જ્ઞાનસાર ૧૩-૧) સર્વજ્ઞ તત્ત્વનું પૂર્ણ રૂપે રુચિપૂર્વક સ્વીકાર અને તે જ પ્રમાણે પ્રરૂપણા અને તે જ રૂપે પાલન કરવા રૂપ જે સમ્યક્તતે જ મુનિ થવારૂપમાં છે. અર્થાત્ સર્વજ્ઞ તત્ત્વ દષ્ટિથી સ્વ અને સર્વ જીવોને જુએ-જાણે, સ્વીકારે, રુચિ કરે તે જ પ્રમાણે જરૂર પડે તો પ્રરૂપણા કરે અને તે જ પ્રમાણે જીવન જીવવાનો પૂર્ણ પુરુષાર્થ કરવો તે મુનિનું મૌન છે. આ મુનિ માટે ઉત્સર્ગમાર્ગ ગુપ્તિનો અને અપવાદ સમિતિ. બન્નેમાં તેને નિર્જરા થાય. સાધુનિજ વીર્યથી પર વણો; નહિ કરે ગ્રહણ ને ત્યારે.
તેભણી વચન મુમે રહે, એક ઉત્સર્ગ માર્ગર. મૌનધારી મુનિનવિદે, વચન જે આશ્રવ મેદરે; આચરણ જ્ઞાન ને ધ્યાનનો, સાઘક ઉપદિશે તદરે (3)
(ભાષા સમિતિ સક્ઝાય - પૂ. દેવચંદ્રવિજયજી મહારાજ) 266 | નવ તત્ત્વ
Page #284
--------------------------------------------------------------------------
________________
સાધુ એ ઉત્સર્ગ માર્ગે ગુપ્તિમાં જ રહેવાનું હોવાથી પોતાની આત્મ-વીર્ય (શક્તિ) થી ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરવા કે ત્યાગ કરવા જે જીવ સ્વભાવ નથી તેથી તેને ગ્રહણ કે ત્યાગરૂપ વાણીમાં બોલવાનો વ્યવહાર કરવાનો નથી. વચન એ આશ્રવરૂપ હોવાથી તેઓ ગુપ્તિમાં રહી આત્મ ધ્યાનમાં જ રમે. બોલવું જ પડે તો તેઓ નિર્વદ્ય-મુહપત્તિના ઉપયોગ પૂર્વક બોલે. જિનાજ્ઞા સાપેક્ષ જે વચન સમ્યગ્દર્શન, જ્ઞાન કે ચારિત્ર ગુણના કારણભૂત હોય તેવું જ બોલે. તેથી તેમને બોલવાં છતાં પણ નિર્જરા થાય. બોલવાં છતાં પણ મુનિ મોનિ કહેવાય. સાધુ ક્યારે બોલે?: જિન ગુણ સાવન નિજ તત્ત્વને, જોયા કરે અવિરોધરે દેશના ભવ્ય પ્રતિબોઘવા, વાયણા કરણનિજ બોઘરા
(પૂ. દેવચંદ્રવિજયજી મહારાજ) જિનેશ્વર પરમાત્માના ગુણ ગાવા દ્વારા પોતાના આત્મ તત્ત્વને જોવા માટે અને ભવ્ય જીવોને પ્રતિબોધવા-દેશના આપવા અર્થાત્ સ્વાત્મ બોધ માટે આગમ ગ્રન્થોની વાચના લેતી વખતે કે આપતી વખતે જરૂર પૂરતું ઉપયોગ પૂર્વક બોલે.
વચનયોગ: मुहुत्त-दुक्खाउ हवन्ति कंटया, अओमया ते वि तओ सुउद्वरा। वाया दुरुत्ताणि दुरुद्धराणि, वेराणुबन्धीणि महब्भयाणि।।९-३-७।।
(મું. વિનય અ. દશવૈકાલિક) લોખંડના તીણ ખીલી કે કાંટા દેહમાં થોડો સમય શલ્યભૂત થાય પણ તે જલ્દી દૂર કરી શકાય પણ વૈર કષાયવશ વચનો જે વૈરાનુબંધને કરનારા વર્ષો સુધી પણ હૃદયમાં ધારણ કરાયેલ ભયંકર દુઃખ આપનારા બને છે.
મનોવર્ગણા, ભાષા (વચન) વર્ગણા, શ્વાસોશ્વાસાદિ વર્ગણાથી જીવોનો જીવન વ્યવહાર ચાલે છે. વ્યવહાર ચલાવવા તે ઉપયોગી, તે વિના દ્રવ્યજીવન જીવી શકાતુ નથી. જગતના તમામ પરસ્પર વહેવારમાં સૌથી વધારે ભાષાવર્ગણા ઉપયોગી છે. એક બીજાના ભાવોને-જાણવા-સમજવા જ્ઞાન પ્રધાન કારણ છે. જ્ઞાનનું પ્રધાન માધ્યમ ભાષા છે. વિશિષ્ટ જ્ઞાની વિના એકબીજાના મનોગત ભાવો-સામી વ્યકિત શું કહેવા માગે છે તે જાણવાનું મુખ્ય માધ્યમ જ ભાષા છે. ભાષા વિના જગત
અજીવ તત્ત્વ | 267
Page #285
--------------------------------------------------------------------------
________________
સાથેનો કોઈ વ્યવહાર શક્ય નથી. આથી જગતની નજીક આવવાનું અને જગતમય બનવામાં ભાષા મુખ્ય સાધન કારણ બને.
તીર્થંકર પરમાત્મા જ્યાં સુધી પોતે સંપૂર્ણ મોહથી નિવૃત્ત ન થાય ત્યાં સુધી મૌન રહે, શા માટે? સાધુઓને પણ મનમાં જ રહેવાનું ફરમાન વિશેષથી શા માટે? જ્યાં સુધી જીવ મોહથી મૂક્ત ન બને અને ઉપરાંત જો તે મોહને આધીન થઈ જાય તો તેથી થતાં જે વ્યવહાર છે તે વ્યવહારમાં મોહની વાસના વ્યાપ્ત થવાથી નુકસાન મોટું થાય. જે મોહને આધીન થઈને ભાષા વર્ગણા છોડે તે ભાષા પણ મોહની વાસનાથી વાસિત થાય. તો તે સ્વને તો નુકશાન કરે પણ જે તે ભાષાને સાંભળે, પકડે, ધારી રાખે તેના પર પણ તેના મોહનો પ્રભાવ પડે.
ક્રોધની વાસનાથી વાસિત શબ્દોનો પ્રભાવ:
બે ભાઈઓ અધ્યાપક-વૈરાગ્ય થતાં દીક્ષા લીધી, કુણાલા ગામમાં ચોમાસુ, ગામનો કિલ્લો-ગરનાળા આગળ રહી ઘોર તપ કર્યો, વરસાદ પડે તો તે મહર્ષિ તણાઈ જાય, ક્ષેત્રદેવતાએ નગરમાં વરસાદ જારી રાખ્યો, નગરની બીજી બાજુ પુષ્કળ વરસાદ-વરસાદ, મુનિ રોકી રહ્યા છે તેવી ઊંધી સમજ લોકોમાં થઈ તેથી મુનીઓને પત્થરાદિ તાડન પ્રહાર, મુનિ ક્રોધાયમાન, લોકોને શ્રાપ.
'करा वर्षमेघा कुणालायां, उत्करट दिनानि पंचदश,
मुसल प्रमाणधारा, यथा रात्रौ तथा दिवा" ૧૫ દિવસ કુણાલામાં સાંબેલા પ્રમાણધારા વડે મુશળધાર વરસાદ, વિસામો વિના એકધારા પડતા ગામ-નગર નદીમાં ફેરવાયું. મહાસંહાર, આલોચના વિના મુનિ કાળ કરી સાતમી નરકમાં ગયા, તપની સાથે કષાયથી વાસિત વચન કેટલું અનર્થ?, કેટલા લોકોનો સંહાર અને મુનિ ૭મી નરકે. કષાયવાસનાવાસિત વચનનો પ્રભાવ. તેનાથી ઊલટું તપ અને કષાયને જીતીને બોલેલા વચનનો પ્રભાવ અચિંત્ય. ચંડકોશિયા સર્પ તેની દષ્ટિ જેના પર પડે તે જીવો ભસ્મીભૂત થાય તેવા પ્રચંડ ઝેરવાળા ચંડકોશિયા પર પ્રભુની અમૃતદષ્ટિ પડી, માત્ર બુઝ બુઝ ચંડકોશિયા અને પ્રચંડ ક્રોધ જે ઝેરમાં પરાવર્તન પામેલ તે અમૃતમાં પરાવર્તન પામ્યું. દષ્ટિ બીલમાં નાખી દીધી અને અનશન સ્વીકાર કરી કીડીઓથી દેહ ચાલણીરૂપે કરાયો છતાં કોઈ પ્રતિકાર નહીં, કાળ કરી આઠમાં દેવલોકમાં.
268 નવ તત્ત્વ
Page #286
--------------------------------------------------------------------------
________________
ક્રોધ, સ્નેહાદિ કષાયથી ભાવિત કરીને છોડેલી શબ્દ વર્ગણાને જે પકડે તેનામાં પણ તે કષાયભાવ પરિણામ પામી તેના ભાવ પ્રાણનો નાશ કરે અને જે આત્મા સર્વજ્ઞ પરમાત્મા કે તેવા તપસ્વી, ક્ષમાદિ ગુણથી ભાવિતાત્માના શબ્દોને પકડે ધારે તેના કષાય તાપ શાંત થાય, નાશ પણ પામે. આથી શબ્દ વર્ગણાનો બિનજરૂરી ઉપયોગ કરવો નહીં અને કરતી વખતે સ્વ-પરમાં મોહત્પાદકન બને પણ મોહનાશક બની જ્ઞાન, દર્શન, ચારિત્રના કારણભૂત બને તે ઉપયોગ રાખવો જોઈએ.
(૧૦) અગુરુલઘુ પરિણામ: ૧૦ પરિણામ પુદ્ગલ દ્રવ્યના છે. આત્માએ એનાથી છૂટવા માત્ર ઔચિત્ય વ્યવહાર કરવાનો છે. આની સાથે સંબંધ બાંધવો એ સંસાર કહેવાય. આનાથી છૂટવું એ જ મોક્ષ છે. મોહનો પરિણામ આ ૧૦ પુદ્ગલના પરિણામના આધારે ચાલે છે. તેના કારણે આત્મા પોતાના સ્વભાવ પ્રમણે વર્તી શકતો નથી. પરમાત્માના દર્શનથી શરુ કરીને કાઉસ્સગ્નની તમામ આરાધનાઓ કરો ત્યારે એમાંથી છૂટવાનું કાર્ય કરવાનું છે, બંધાવાનું નથી. નિશીહિનો પ્રયોગ સંસારના નિષેધ માટે જ છે પણ આ ન સમજાય તો ત્યાં પણ સંસાર જ બંધાય. ઉત્તમમાં ઉત્તમ સામગ્રી લઈને દહેરાસરમાં જાઓ તો ત્યાં તમારા પરિણામ ક્યા? એ દ્રવ્યો પ્રત્યે તમારો બહુમાન ભાવ એવો ખરો કે આ દ્રવ્યો આપણે ચડાવ્યા પછી હવે હું પુદ્ગલ દ્રવ્યથી છૂટું? જો આ ભાવ ન હોય તો ભાવિમાં તમને પુષ્કળ દ્રવ્ય મળશે. સીઝનમાં પ્રથમ કેરી દહેરાસરમાં મુકીને પછી વાપરવી એવો અભિગ્રહ લે. આ અભિગ્રહ સારો છે પણ પોતાની ભાવના પછી વાપરવામાંથી છૂટવાની હોવી જોઈએ. ગુરુને વહોરાવીને ખાવું એવી ગાંડી ભક્તિ ન કરાય. કોઈપણ મહાત્મા હોય તેમને વહોરાવીને વાપરવું. સાધુઓને આધાકર્મીન વહોરાવાય.
અગુરુલઘુએ પુદ્ગલનો પરિણામ છે તે બીજા દ્રવ્યોમાં પણ છે એટલે સામાન્ય લક્ષણ બની જાય છે. જીવ દ્રવ્યમાં પણ આ પરિણામ છે.
સ્વરૂપ અને સ્વભાવ આ બેમાં ભેદ શું:
એક દ્રવ્યમાં હોય તે બીજામાં પણ હોય તે સામાન્ય સ્વરૂપ, જ્યારે એક જ દ્રવ્યમાં હોય બીજામાં એનો અંશ પણ ન હોય તો જ તે સ્વભાવ કહેવાય. આત્મા એક દ્રવ્ય છે, તે અસંખ્ય પ્રદેશ છે, અક્ષય છે-કદી પણ નાશ પામવાના સ્વભાવવાળું
અજીવ તત્ત્વ 269
Page #287
--------------------------------------------------------------------------
________________
નથી. બળે નહીં, છેદાય નહીં, ભેદાય નહીં, કપાય નહીં. આ નિર્ણયનો અભાવ આપણા ભયનું કારણ છે. તેથી જીવ સમતાના પરિણામમાં ન રહી શકે. ભય જાય તો નિર્ભયતા આવે. નિર્ભયતા લાવવા સ્વરૂપને જાણવાનું છેને નિર્ણય કરવાનો છે. નહીં તો સાધનામાં સમતા ખંડિત થતા વાર નહીં લાગે. આત્મા અરૂપી છે. એક પણ પ્રદેશ રૂપવાળું નથી પણ આપણને એની જાણ નથી એટલે મોહનો તમામ પરિણામ રૂપ પર ચાલે છે. શરીરને જ જુવે છે ને તેના રૂપના આધારે જ પરિણામો ચાલે છે.
આત્માદ્રવ્ય સ્વરૂપે અગુરુલઘુએટલે હળવો નહીં ભારે નહીં. કોઈ કાંટામાં તેનું વજન ન થાય. ઊંચો નથી-નીચો નથી, ગોત્ર કર્મના ઉદયથી આત્મામાં ઊંચાપણું કે નીચાપણા રૂપે વિષમતા છે ત્યાં મોહ છે. સમાનતામાં મોહ નહીં થાય. નિશ્ચયથી પુદ્ગલમાં પણ પરમાણુ અગુરુલઘુ પરિણામે છે પણ સ્કંધરૂપ પુદ્ગલ પાછ હળવું પણ છે ભારે પણ છે. રૂ- લઘુ છે, લોખંડ- ભારે છે. ઊંચ-નીચ ગોત્રરૂપ આત્માની વિકારદશા પ્રગટ થઈ. સમગ્ર જીવરાશિ આપણી દષ્ટિમાં સમાન આવવી જોઈએ. કોઈ ભેદ આપણામાં ન આવવો જોઈએ પણ ગોત્ર કર્મને લીધે આપણી જાત ઊંચીનીચી લાગે અને અસમાનતા પ્રગટ થઈ. તેને જ પકડી આપણે સંસાર વધારીએ. આત્મા સર્વની સત્તાગત સમાનતાને પકડી સર્વજ્ઞ બને છે. તેઓ મોહને છોડી શકે છે તેમ આપણે કેમ છોડી શકતા નથી? પરમાત્માના સાધનાકાળ દરમ્યાન પરમાત્માથી તદ્ન વિરુદ્ધ સ્વભાવવાળો ગોશાળો હતો છતા પરમાત્માને કંઈ ન થયું ને આપણી સાથે એવી વ્યક્તિ હોય તો આપણે કેમ દ્રષના પરિણામમાં આવી જઈએ છીએ? કારણ વ્યક્તિને આપણે તેની બહારની ચેષ્ટાઓ પરથી સ્વીકારીએ છીએ. આપણે કેમ સમભાવમાં નથી રહી શકતા? પરમાત્મા તે વખતે વીતરાગ ન હતા. વીતરાગતા પ્રગટ કરવી પડે છે. જો આત્માએ પોતાના સમતાના સ્વભાવમાં આવવું હોય તો તેણે પોતાના સ્વભાવનું આલંબન પકડવું પડે. સામે ગમે તેવી વ્યક્તિ હોય કે ગમે તેવો સ્વભાવ હોય પણ આપણને વિકલ્પ ન આપવો જોઈએ. નહીં તો ગમે તેટલી સામાયિક કરશું તો પણ સમતા ઉપરથી ટપકી પડવાની નથી. ઉત્તમમાં ઉત્તમ ચર્યા આપણને ફાયદો કરનારી નહીં બને.
સ્વભાવનું આલંબન સ્વરૂપને પકડવાનું છે. જ્ઞાન સ્વ-પર પ્રકાશક છે એટલે પ્રથમ તે પોતાના સ્વરૂપને પકડે. પણ જો એ પોતાના સ્વરૂપને પકડતું નથી તો તે જ્ઞાન-જ્ઞાન નથી, ગ્રંથિભેદ વિનાના જ્ઞાનની કોઈ મહત્તા નથી. ગ્રંથિભેદથી તો તે 270 | નવ તત્ત્વ
Page #288
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન જ્ઞાન બને છે. જાણીને સતત આત્માને જણાવાનું છે. તો જ સ્પર્શના થાય. જ્ઞાન પોતાના સ્વરૂપને પકડશે એટલે મોહ તરત અટકી જશે. સ્વરૂપ તો તારું અરૂપી છે તો રૂપને પકડીને તારે શું કરવાનું છે? માન કષાયનો ઉદય જ આપણામાં પ્રવર્તમાન થાય છે. આત્માર્થીપણું આપણામાં નહીં હોય તો આ બધું ફોગટ છે. અગુરુલઘુ પરિણામ દબાવવાથી ઊંચ્ચ નીચ ગોત્ર ઉદયમાં આવે, તેથી માન કષાય પ્રવર્તમાન થાય. ઊચ્ચતા ને કાં હીનતા આવે ને એ ફુલેફાલે, સમતાના પરિણામ જાય. ધર્મમાં પણ આત્મા સાવધાન ન રહ્યો તો તપ, ક્રિયા, સ્વાધ્યાયથી વગેરેથી બધામાં પોતાની જાતને ઊંચી માની લીધી અને એમાં ધર્મી તરીકે પોતાની જાતને માની લીધી અને જગતે જે સર્ટીફીકેટ આપ્યું તેને સ્વીકારી લીધું. માટે જ આપણે રખડતા રામ રહ્યા, નહીં તો આપણો ઉધ્ધાર ક્યારનોય થઈ ગયો હોત.
દરેક અરૂપી દ્રવ્યમાં સ્વરૂપની સમાનતા હોય પણ સ્વભાવ ભિન્ન હોય ?
અનાદિકાળથી આત્મા સ્વરૂપથી ચલિત થયેલો છે ને વિકાર રૂપે જે વિરૂપ મળ્યુયં તેને પોતાનું માની લીધું છે માટે ધ્યાનમાં આત્માના સ્વરૂપ અને સ્વભાવનો નિર્ણય કરવાનો છે અને તેના દ્વારા આત્મહિત કરવાનું છે અને આત્મહિત માટે આત્મા સિવાયના દ્રવ્યોનો પણ નિર્ણય કરવાનો છે. અત્યારે આપણે માત્ર આત્મ દ્રવ્ય સ્વરૂપ નથી, બીજા સાથે સંયોગ સંબંધથી અનાદિકાળથી જોડાયેલા છીએ અને તેના સ્વરૂપ ને સ્વભાવનો નિર્ણય ન થાય ત્યાં સુધી આત્માના સ્વભાવને સ્વરૂપનો નિર્ણય પૂર્ણ ન થાય. જીવ અજીવમય બની ચૂક્યો છે એટલે આત્માએ પોતાના પરિણામને પ્રગટાવવા પુદ્ગલના પરિણામને છોડવાના છે. અન્ય દ્રવ્યમાં આત્મા પ્રવેશવાનું બંધ કરે ત્યારે આત્માનો મોક્ષ થાય.
અગુરુલઘુ પરિણામ સર્વ દ્રવ્યોમાં રહેલો છે. સ્વરૂપ સમાન હોઈ શકે પણ સ્વભાવ સમાન ન હોય, તેથી આત્મા સ્વભાવ ભિન્નતાના કારણે બીજા દ્રવ્યોથી જુદો પડે છે. આત્મા એક દ્રવ્ય છે તે દ્રવ્ય ત્યારે જ કહેવાય જ્યારે તે અક્ષય હોય અર્થાત્ તેનું અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, દ્રવ્યત્વ, પ્રદેશત્વ અને અગુરુલઘુ દરેકમાં રહેનારી વસ્તુ છે, અને તે સામાન્ય સ્વરૂપ છે માટે જ તે દ્રવ્ય. જેનું સદાકાળ અસ્તિત્વ હોય. ત્રણે કાળમાં હોય. આત્માનું અસ્તિત્વ ત્રણે કાળમાં છે. તેનો સ્વભાવ કદી જવાનો નથી. આટલો નિર્ણય થાય તો પણ આત્મા સાવધાન થઈ જાય. સર્વજ્ઞના તમામ વચનોનો સ્વીકાર થઈ જાય. તેનો અનંતો ભૂતકાળ
અજીવ તત્વ | 271
Page #289
--------------------------------------------------------------------------
________________
કેવો હતો? તો સર્વજ્ઞની એક પણ વાત શંકાનું, વિકલ્પનું સ્થાન નહીં લઈ શકે. વર્તમાનમાં આપણે છીએ જ તો અનંતો ભવિષ્યકાળ પણ આપણા હાથમાં છે. જે નાસ્તિક છે તેને આ વાતનો નિશ્ચય નથી. તે માત્ર વર્તમાનને જ માને છે.
આસ્તિસ્ય સમ્યગ્દર્શનનો પ્રથમ પાયો છે. જો અસ્તિત્વનો આત્મા સ્વીકાર નથી કરતો તો સમ્યગ્દર્શન આવે નહીં અને સમ્યગ્દર્શનનો પરિણામ આત્મામાં પ્રગટ કરવો છે તો તેના માટે જીવાદિ નવતત્વ જાણવા જરૂરી છે. તેનો અભ્યાસ કરી આત્માનો નિર્ણય કરવાનો છે એ ન થાય તો જાણવાની કોઈ વિશેષતા નથી.
દ્રવ્ય અક્ષય છે, અસ્તિત્વ બે સ્વરૂપે છે– રૂપી અને અરૂપી. આત્મદ્રવ્ય અરૂપી છે તેમ અન્ય દ્રવ્યો ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય પણ અરૂપી છે. આપણો આત્મા પણ અરૂપી, આપણને તે દેખાતો નથી માત્ર કેવલીના જ જ્ઞાનમાં શેય રૂપે જણાય અને તેને સાક્ષત્ જોવા માટે કેવલીના વચનનો સાક્ષાત્કાર કરવો પડે અને કેવલી બનવું પડે. સમ્યગ્દર્શનના પરિણામ વિના જ્ઞાનની શુદ્ધિ થઈ શકે નહીં, તેમ ચારિત્રના પરિણામ વિના જ્ઞાનની પૂર્ણતા ન થાય. આત્મામાં પૂર્ણવીર્ય સમ્યગ્દર્શનના પરિણામ રૂપે પ્રગટાવવું પડે તો જ જ્ઞાનની શુદ્ધિ થાય.
આત્માની પ્રતિતી દરેકને થાય :
હું આત્મા નથી એમ કોણ કહી શકે? દરેકને પોતાના આત્માનો અનુભવ તો થાય છે. નાસ્તિકને પણ અનુભવ થાય છે પણ તેને તે સ્વીકારતો નથી. તે જે જાણ્યું તો તે કોના દ્વારા જાણ્યું તો એ કહેશે આંખ દ્વારા, કાન દ્વારા તો આ કાર્ય તો મડદામાં પણ થવું જોઈએ ને? ના, પણ તેમ થતું નથી, માટે આત્મા માનવો જ પડે. અરૂપીનો આપણને અનુભવ છે પણ આપણે તેને અરૂપી તરીકે સ્વીકારીએ છીએ? આત્માને અરૂપી તરીકે વર્તનમાં સ્વીકારી લઈએ તો મોહનો પરિણામ વધી જ ન શકે. જો અરૂપી છું તો રૂપના કારણે સ્વ-પરમાં જે સુખ-દુઃખના પરિણામ થાય છે તે થવા ન જોઈએ. આપણે આત્માને ઓઘથી સ્વીકાર્યો છે પણ શક્તિ રૂપે કે સ્વરૂપથી સ્વીકાર્યો નથી, માટે રૂપમાં આત્મા મોહ પામી જાય છે માટે સ્વરૂપના નિર્ણય વિના સ્વભાવની સ્થિરતા થતી નથી. આ અત્યંત મહત્વની બાબત હોવા છતાં આ વાત પર પડદો આવી ગયો છે. આપણું સાધ્ય દબાઈ ચૂક્યું છે.
સ્વભાવ ને સ્વરૂપ બે જુદા છે એને પણ માનનારા આત્મા કેટલા? સંસ્કૃત, પ્રાકૃત દરેકમાં એના પાઠ મળે છે છતાં જે સ્વરૂપે આ વાત આવવી જોઈએ તે વાત 272 | નવ તત્ત્વ
Page #290
--------------------------------------------------------------------------
________________
આવી શકતી નથી. ગમે તે કારણ હોય વર્ણ-ગંધ-રસ-સ્પર્શ જેમાં હોય તે રૂપી જ હોય. વાયુ એ રૂપી છે. એનો આપણને સ્પર્શ થાય છે. અવધિજ્ઞાની વાયુની
દારિક કાયાને જોઈ શકે છે. આપણી ચામડાની આંખથી કેટલું દેખાય? નબળી હોય તો નજીકનું ન દેખાય, ઝીણું ન દેખાય. આપણે જે પણ નિર્ણય કરીએ છીએ તે સર્વજ્ઞના આધારે કરીએ છીએ? આપણે નિર્ણય આંખથી દેખાય, અનુભવાય, વિજ્ઞાન દ્વારા જ નિર્ણય કરીએ છીએ. એ બધા નિર્ણયો પણ અધૂરા જ રહેવાના.
મોક્ષનો માર્ગ એટલે આત્માનો માર્ગ એટલે સર્વજ્ઞએ જે કહ્યું છે તે જ પ્રમાણે ચાલવું. આપણે લોકના આધારે જગતના આધારે ચાલવું છે એટલે કિંમત નથી. કિંમત તેને જ સમજાશે જેને હવે જન તરીકે રહેવું નથી, જિન બનવું છે અને એટલે એને જિન વિના નહીં ચાલે. આપણે જિન નથી બનવુંને જન સાથે જ રહેવું છે માટે જિનની વાત નથી માનતા. સંસારના તમામ વ્યવહારમાં પણ જિનની વાત પ્રમાણે ચાલો તો જ જિન બની શકો. માત્ર વેશ પરિવર્તન કરવાથી કાંઈ ન થાય. સાધુ હોય કે શ્રાવક તેને જિનની સર્વ વાત માનવી પડે અને શક્તિ પ્રમાણે ચાલવું પડે, તો જ જિન બની શકાશે. પરમાત્માનું શાસન જો આપણામાં હોય તો અત્યારે પાંચમો આરો પણ આપણા માટે સફળ જ છે. સત્ત્વ નથી એમ ન બોલો સરળ બની જાઓ પણ ખોટા બહાના ન કાઢો. વર્તમાનમાં પણ એવા આત્માઓ છે કે જેઓ જિનની પૂર્ણ આજ્ઞાને વફાદાર રહી જીવન જીવી રહ્યાં. શ્રાવકો-શ્રાવિકાઓ-સાધુઓ-સાધ્વીઓ છે જેના કારણે આ શાસન ચાલે છે. તમે સત્ત્વ ફોરવો તો બધું જ શક્ય છે.
પરમાણુ નિત્ય-સ્કંધ અનિત્ય : પુદ્ગલમાં જે પરમાણુ છે તેમાં અગુરુલઘુ ગુણ છે, તે અક્ષય છે. પરમાણુ એ છેલ્લામાં છેલ્લો અંશ છે. સ્કંધ રૂપે ભેગા થશે, છૂટા પડશે પણ પરમાણુ નિત્ય છે, સ્કંધ એ અનિત્ય છે. વાયુ ગુરુલઘુ, રૂ લઘુ, લોખંડ-ગુરુ બન્યો. માત્ર પરમાણુ જ અગુરુલઘુ. દરેક દ્રવ્ય પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે અને પરના સ્વભાવ રૂપ બનતા નથી. જીવ કદી અજીવ ન બને, અજીવ કદી જીવ ન બને. વિજ્ઞાન ગમે તેટલા ઉપાય કરે આત્માને કદી ઉત્પન્ન નહીં કરી શકે. કારણ આત્મા અનુત્પન્ન છે અને તેનો કદી નાશ પણ થવાનો નથી. આત્મા પણ અગુરુ લઘુ જ છે પણ આત્મા પર દ્રવ્ય સાથે જોડાયો તેથી ગુરુ લઘુ બન્યો. ઊંચ-નીચ, નાનો-મોટો, હલકો-ભારે આ પરિણામ પ્રગટ થયો અને અગુરુલઘુ ગુણ દબાઈ ગયો. એટલે
અજીવ તત્ત્વ | 273
Page #291
--------------------------------------------------------------------------
________________
આપણી જાતને ઊંચી-નીચી, હલકી-ભારે માનતા થયા. મોટા ભાગના જીવોને ઊંચા બનવાનું મન થાય છે પણ અગુરુલઘુ બનવાનો ભાવ થતો નથી એટલે અમને પણ તમારા ગુરુ બનવાનું મન થાય છે. જગતના નાના-મોટા તમામ જીવોને બીજા પર આધિપત્ય જમાવવાનું મન થાય છે અને એ પુદ્ગલ દ્રવ્ય દ્વારા જ થવાનું છે. માટે ધનની જરૂર પડે તે સંસારનો વ્યવહાર ચલાવવા માટે કે મોટા પણા માટે? મૂળ રહસ્ય જ એ છે કે અગુરુલઘુ ગુણ દબાયો એટલે આ મોટાપણું-ગુરુ પણ આવ્યું. “સ્વભાવે-વિભાવે રમતો તું ગુરુ અરુ તું ચેલો.”
મોક્ષમાર્ગમાં સહાય કરે તે સાધુ. પોતાના આત્માના ગુરુ નથી બનવું પણ બીજાના ગુરુ બનાવાના અભરખા થયા કરે છે. જ્ઞાનસારના પદે પદે મહાપુરુષોએ મોહને મારવાના ઉપાયરૂપે સ્વભાવને સ્વરૂપનો નિર્ણય કરવાની વાત મૂકી છે.
મહાપુરુષો ગ્રંથોની રચના એટલા માટે જ કરે છે કે આગમમાં ડૂબકી મારી જે રહસ્યો એમણે મેળવ્યા અને એમણે એમના આત્માને જાણ્યો, તેના પર કરુણા ઉપજી અને એ કરુણા સમગ્ર જીવરાશિ પ્રત્યે વહી ત્યારે તેમના કલ્યાણ માટે તેમણે ગ્રંથોની રચના કરી. પોતાના સ્વભાવમાં જ સદા સમય પસાર કરવાનો છે. માટે જ પ્રભુએ સમય ગોયમ માપમાયએ કહ્યું. એક પણ સમય પ્રમાદમાં રહેવાનું નથી અર્થાત્ સ્વાત્મ સ્વભાવમય બનીને રહેવાનું-રમવાનું છે અને આત્માનું એ જ પરમ આવાયક છે. સંત કોને કહેવાય??
અસંખ્ય પ્રદેશી નિજ દ્રવ્ય.નિજ સ્વરૂપ જાણે તે સંત.” જે પોતાના સ્વરૂપ અને સ્વભાવને જાણતો નથી તે સંત કહેવાતો નથી, જ્યારે એ પોતાના સ્વરૂપ અને સ્વભાવને જાણે છે ત્યારે તે સંત બને છે અને સજ્જન પણ તેની પાસે એટલા માટે જ આવે છે. સંત વાસ્તવિક જાણે સ્વીકારે ને માણે તો જ સંત કહેવાય અને સઝનોએ સંતનો સમાગમ પણ કરવાનો છે એટલા માટે કે એ પણ જાણીને-સ્વીકારીને માણવાનું કરી શકે. “આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તદ્રવ્યલિંગીરે"
(પૂ. આનંદઘનજી) અમારું મહાન કર્તવ્ય પ્રથમ તો આ જ બને છે, કે આત્મા જ્ઞાનમાં રંગાવું. અમને
274 | નવ તત્ત્વ
Page #292
--------------------------------------------------------------------------
________________
જો આ રંગ લાગ્યો હોય તો તમને પણ અમે આત્મ જ્ઞાનનો જ રંગ લગાડી શકીએ. અમે આત્માની અનુભૂતિ કરતા હોઈએ તો જ તમને શ્રમણોપાસક બનાવી શકીએ. સાધુઓ અને શ્રાવકોની જે પરિણતિ ઘડાવી જોઈએ તે બાબતમાં વર્તમાનમાં આપણે ઘણાં જ પાછળ છીએ. માટે જ આપણે ધર્મના માત્ર બાહ્ય સાધન ને ક્રિયામાં જ અટકી ગયા છીએ. સાધનો દ્વારા આત્માએ સાધ્યની સિધ્ધિ કરવાનો લક્ષ જોઈએ તે માટે. સાધકે પ્રથમ સ્વરૂપનો નિર્ણય કરી જ લેવો પડે તે વિના સ્વભાવની સ્થિરતા નહીં અને સ્વભાવ એ જ ધર્મ છે. સ્વરૂપમાં સ્થિરતા અને સ્વભાવમાં રમણતા કરવાની છે. પુદ્ગલ દ્રવ્ય ને આત્મ દ્રવ્ય બંને પરિણામી છે. આત્મા પોતાનામાં પરિણત ન થાય તો તે અનાદિથી પરમાં તો છે જ માટે જ દેશનાનો સાર પણ એટલો જ મૂક્યો કે પર પરિણતિ સવિ વારી જી. પુદ્ગલના સંયોગ કે સંબંધમાં રહેલા આત્માએ તેમાંથી છૂટા થવું તે જ ધર્મ કહેવાય. તેને છોડવાનું, તેમાંથી છૂટા થવાનું મન ન થાય ત્યાં સુધી ધર્મની શરુઆત નથી. સમ્યગ્દર્શનનો પરિણામ આત્મામાં પ્રગટ થાય ત્યારે જ જીવનો ધર્મમાં પ્રવેશ થાય. મોક્ષની શરુઆત બીજભૂત રૂપે સમ્યગ્દર્શનથી થાય. સમ્યગ્દર્શન ગુણઠાણા થકી જીવ લહે શિવશર્ય ત્યાં સુધી આત્મા પુદ્ગલના સુખને જ સુખ માનીને તેને ભોગવશે. પુદ્ગલમાં જ્ઞાનીઓએ સુખનો ભ્રમ જ કહ્યો છે સુખ કહ્યું જ નથી. આ વાત આપણને હજી સુધી સમજાણી નથી. કષ્ટો સહન કરે છે છતાં પુદ્ગલના સુખના પરિણામને છોડી શકતો નથી. એક બાજુ આપણે તપ કરીએ અને ખાવાનું બંધ કરીએ પણ વાતાવરણનું સુખ આપણને ગમે કે શીતળતાને ભોગવવા જેવી લાગે અને પચ્છતાપ કે સાવધાન નથી તો ત્યાં અનુમોદના ખૂબ ચાલશે માટે ધર્મ નહીં, માટે આત્મ તત્ત્વ ન સમજાય ત્યાં સુધી મિથ્યાત્વ ઊભું જ છે.
પર લક્ષણ દુઃખ કહીએ, નિજ વસતે સુખ લહીએ, આતમ ઘર આતમા મે, નિજ ઘર મંગલમાળ.
શાન સુખની ખાણ છે દુખ ખાણ અજ્ઞાન. વર્ષોથી આપણે ધર્મ કરીએ છતાં આત્માનો નિર્ણય કરવાનો કોઈ લક્ષ નથી તો તે માત્ર ને માત્ર કુળાચાર જ છે. જ્ઞાનીઓએ કેવલી પ્રરૂપિત ધર્મને ધર્મ કહ્યો છે અને તેને પામવા માટે સમગ્ર વ્યવહાર મૂક્યો છે. સૂત્ર આત્માના અર્થને જણાવે અને તે અર્થને તત્ત્વ સ્વરૂપે આત્મસાત્ કરવો તે જ ખરો ધર્મ છે. આપણને સૂત્ર
અજીવ તત્ત્વ | 275
Page #293
--------------------------------------------------------------------------
________________
અને અર્થ આવડી ગયા એટલે આપણે ધર્મી બની ગયા. આ રીતે ગતાનુગતિક તો અનંતકાળથી કરતા રહ્યા છીએ. આત્મામાં અર્થ તત્ત્વરૂપે ઉતરે તે ધર્મ, બાકી બધો વ્યવહાર. ધર્મ જેવી અચિંત્ય શક્તિ જગતમા બીજી કોઈ નથી ને ધર્મ કરીને ધર્મ જો આપણામાં ન આવે, એનો જો પ્રભાવ ન પડે તો શું ધર્મ કર્યો ધમ આત્માથી બીજાને દૂર થવાનું મન કેમ થાય? પછી તે સાધુ હોય કે શ્રાવક. ધર્મી પાસે તો ગુડી જ જવાય. દેવો ધર્મીની પાછળ પડે છે એની જગ્યાએ આપણે દેવોની પાછળ પડીએ છીએ. દેવો અને નારકોની અપેક્ષાએ મનુષ્યનો કાળ અલ્પ છે અને એમાં પણ પાંચમાં આરામાં જન્મ્યા છીએ એટલે અતિ અલ્પકાળ છે માટે આ ભવમાં માત્ર એક ધર્મતત્ત્વનો રુચિપૂર્વક નિર્ણય થઈ જાય અને શક્તિ મુજબ આચારણ થઈ જાય તો ભવ સફળ થઈ જાય.
દેવો તથા નારકો જ્ઞાનનો વિકાસ ન કરી શકે:
આત્માનો ચેતના (જ્ઞાન) ગુણ સૌથી નિરાળો છે તે અન્ય કોઈ દ્રવ્યમાં નથી. જ્ઞાનથી જ શરૂઆત અને જ્ઞાનથી જ આત્માની પૂર્ણતા. દેવ ને નરકને જન્મતાં જ અવધિજ્ઞાન મળે. છતાં તેમાં વધારો ન કરી શકે. પર્યાય વધારી ન શકે. સમ્યગ્દષ્ટિ દેવ જો સાવધાન ન રહે તો તેનું જ્ઞાન વિભંગ જ્ઞાનમાં પલટાઈ જાય. સમ્યગ્દષ્ટિ દેવ જો સાવધાન ન રહે તો તેનું જ્ઞાન વિભંગ જ્ઞાનમાં પલટાઈ જાય. જ્યારે મનુષ્ય જન્મે તયરે એને મતિ શ્રુત જ્ઞાન પણ ન હોય પણ ૯ વર્ષની ઉંમરે મનુષ્ય કેવલજ્ઞાન પ્રગટ કરી શકે છે. સાગરોપમના આયુષ્યવાળો દેવ જે ન કરી શકે તે મનુષ્ય અલ્પકાળમાં કરી શકે છે. જ્ઞાનની પરાકાષ્ટા પામી શકાય તેવું આપણને શાસન મળ્યું પણ એની કિંમત કેટલી સમજાણી? ભણવા માટે લંડન, અમેરિકા લાખો રૂપિયા ખર્ચીને ગયા ને પરમ જીવનને બરબાદ કર્યું. પણ આ શાસનને સમજવાનો ભાવ ન થયો. આવું શાસન ભાવિમાં મળશે કે કેમ તે પ્રશ્ન છે. મળ્યું તો તેનો ઉપયોગ ન કર્યો, તો ફરી ક્યાંથી મળે? જ્ઞાન પ્રત્યે આદરનો પરિણામ લાવવાનો છે. તમારા પૂર્વજોએ જે કામ નથી કર્યું તે કામ તમે કરો છો. લાખો-કરોડો રૂપિયાના ડોનેશન આપીને તમારા ૪ વર્ષના બાળકને તમે ભણવા મૂકો છો. જ્યાં આત્માનું લક્ષ નથી તેને કતલખાનું જ કહેવાય. તમારા બાળકને તમે કતલખાને મોકલો છો. શ્રાવક કમાવામાં ને વાપરવામાં ઉપયોગવાળો માત્ર ન હોય. પણ પાપથી બચાય કે જલદી છૂટાય તેના ઉપયોગવાળો હોય. આજે તમને વગર મહેનતે પૈસો મળી જાય છે એટલે ગમે
276 | નવ તત્વ
Page #294
--------------------------------------------------------------------------
________________
તેમ વાપરવામાં વાંધો નથી આવતો.
પુદ્ગલમાં રહેલા વર્ણ-ગંધ-રસ-સ્પર્શ આપણા માટે સુખ-દુઃખ રૂપે બને છે તે સિવાય બીજું કોઈ કારણ નથી અને મોહનો પરિણામ આ ચાર પર જ ચાલે છે માટે ધર્મ કરવો આપણા માટે દુષ્કર બને છે, કારણ આપણે પુદ્ગલને પકડીએ છીએ. સામાયિકમાં સમતાના પરિણામની સાધના કરવાની છે એની માટે બધી વસ્તુ શેય બનવી જોઈએ. જાણે ખરો પણ માણે નહીં. અનુકૂળ સ્થાનની પ્રથમ પસંદગી કરીએ. એકાસણું આયંબિલ કરવા બેઠા તો ત્યાં પણ શેની પસંદગી કરો? ઈન્દ્રિયોને ગમે તે આપવાનું, તો ધર્મ કેટલો બને છે? જીભ, આંખ, કાન, પ્રસનન થઈ જાય તો આપણું ચિત્ત પ્રસન્ન બની જાય. તો તો પછી ભોગી આત્મા સૌથી વધારે ચિત્ત પ્રસન્નતાને અનુભવે, તો તેનો મોક્ષ જલદી થવો જોઈએ ને? ચિત્ એટલે જ્ઞાન. આપણે ચિત્ન માત્ર સમજી બેઠા છીએ. તમામ ધર્મક્રિયામાં શરીરને વોસિરાવવાની જ વાત મૂકી છે. નિસીપી શેની? સંસારનો નિષેધ, આત્મા અને આત્માના ગુણો સિવાય બધું જ સંસાર, શરીર પણ પર, એ પણ સંસાર જ. દેહએ હું નહીં પણ દેહમાં પૂરાયેલો એવો આત્મા એ જ હું. પછી બે ઘડી પણ સમતાની સાધના કરો, કાળ ભલે અલ્પ હોય. જો આત્માએ પોતાને અક્ષય તરીકે સ્વીકાર્યો હોય તો ભય ન આવે. અરૂપી તરીકે સ્વીકાર્યો હોય તો રૂપનો મોહ ન સતાવે. આત્માના જ્ઞાન વિના મોક્ષ થવાનો નથી.
સ્વદ્રવ્ય અસ્તિત્વ અને સ્વગુણ અસ્તિત્વની રુચિ તે સમ્યકત્વ છે તથા પરદ્રવ્ય અસ્તિત્વ અને પરગુણ અસ્તિત્વની રુચિ તે મિથ્યાત્વ છે.
આગમનો સાર શું છે? આત્માએ આત્માના સ્વભાવ પ્રમાણે વર્તવું – આત્માનું હિત કરવું એ જ આગમનો સાર છે અને મનુષ્યભવનું પરમ કર્તવ્ય પણ એ જ છે. અનાદિકાળથી આત્મ દ્રવ્યે પોતે પોતાના સ્વભાવમાં વર્તવું તે સિદ્ધાંત છે, પણ પુદ્ગલના સંયોગને કારણે તે પ્રમાણે તે વર્તી શકતો નથી તેની મનુષ્યપણાને પ્રાપ્ત કરીને તેણે આ પ્રયત્ન કરવાનો છે. દ્રવ્ય અસ્તિત્વને ગુણ અસ્તિત્વ એ બે રુપે આત્માને થવું. દ્રવ્યઅસ્તિત્વ અર્થાત્ સ્વરૂપ અને ગુણઅસ્તિત્વ અર્થાત્ સ્વભાવ પ્રમાણે થવું. આત્માએ પોતાના દ્રવ્ય અસ્તિત્વ પ્રમાણે ગુણઅસ્તિત્વનું કાર્ય કરવાનું છે પણ આત્માને પોતાના દ્રવ્યઅસ્તિતવનું ભાન નથી તેથી જે પુરુષાર્થ પોતાની તરફ
અજીવ તત્વ | 277
Page #295
--------------------------------------------------------------------------
________________
વળવો જોઈએ તેને બદલે તે ભિન્ન દિશામાં જાય છે. આત્મા અસ્તિત્વ તો ઈચ્છે જ છે એટલે પુદ્ગલના દ્રવ્યના અસ્તિત્વને એ ઈચ્છે છે. આપણે ઈચ્છા શું છે? ઊંડે ઊંડે જાતને તપાસીએ તો પ્રાયઃ ખ્યાલ આવે કે આપણને આપણા આત્માના અસ્તિત્વની ઈચ્છા નથી પણ પુદ્ગલની જ ઈચ્છા છે અર્થાત્ દેહમાં રહેવાની ઈચ્છા સહજ થાય છે.
વ્યવહાર આજ્ઞા દ્રવ્યપ્રાણથી કરવારૂપ અને નિયઆજ્ઞા ભાવપ્રાણથી કરવારૂપ છે:
ધર્મ એવો જ કરવાનો છે કે પોતાના શેયના અસ્તિત્વના જ્ઞાતા બને અને જિનની પરમ આજ્ઞા પણ એ જ છે. આપણા વ્યવહાર ધર્મમાં આ વાતનો જ અભાવ છે, માટે ધર્મ બનતો નથી. પરમાત્માની પરમ આજ્ઞા એ જ છે, પણ આ આજ્ઞા લાગી નથી. ચોવિહાર, નવકારશી, સામાયિક વગેરે આજ્ઞા માનીને આજ્ઞા છે એમ લાગ્યું પણ જે આજ્ઞા છે તે જન આજ્ઞા ન લાગી. તત્ત્વરૂપે-પ્રાણરૂપે જે આજ્ઞા લાગવી જોઈતી હતી તે જ ન લાગી. વ્યવહાર એ દ્રવ્યપ્રણા રૂપ આજ્ઞા છે અને નિશ્ચય એ ભાવપ્રાણ રૂપ આજ્ઞા છે અને એ આપણને ન સમજાયું. દુઃખમુક્તિ ને સુખમુક્તિ એ ધર્મનું ફળ છે અને તે ધર્મ કરતા તરત અનુભવાય. દ્રવ્યપ્રાણની સાથે ભાવપ્રાણ જોડવાના છે, ને પછી દ્રવ્યપ્રાણને છોડવાના છે, ભાવપ્રાણ નહીં જોડાય ત્યાં સુધી દ્રવ્યપ્રાણ છૂટશે પણ નહીં. અનાદિકાળથી આત્મા દ્રવ્યપ્રાણોની સાથે જ છે અને તે આપણને સાવ મામૂલી આપે, બાકી બધું દબાવીને બેસી ગયો છે. એક સમયમાં સમગ્ર લોકાકાશને સર્વગુણ-પર્યાય દ્વારા ત્રણે કાળને જાણી-જોઈ શકે એટલી આત્માની કેવલજ્ઞાન શક્તિ છે એ ભાન આપણને નથી માટે આત્મા ગુલામ બન્યો. આંખ હોય તો જોઈ શકે, નબળી હોય તો ચશ્મા કે દુરબીન લાવો, આ પરાધીનતા આપણને લાગી છે? ક્યાં આત્માની શક્તિ ને ક્યાં કર્મસત્તાએ આપણને આપેલી સાવ મામૂલી શક્તિ? આત્મામાં સ્વાધીન બનવા જિનાજ્ઞાને પરાધીન બનવું જરૂરી. આત્માની શક્તિની સામે એ અંશમાત્ર પણ ન કહેવાય. તમારી સંસારની તમામ પ્રકિયા સ્વાધીન બનવા રૂપ ચાલે છે પણ આત્માને એ વધારે ગુલામ બનાવી રહી છે. સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા સિવાય આત્માને કોઈ સ્વાધીન બનાવી શકે નહીં આત્માને પર સંયોગ-સંબંધ બંધન રૂપ લાગે નહીં ત્યાં સુધી મોક્ષમાર્ગની સાધના ન થાય. આ પ્રક્રિયા કોઈ નહીં બતાવી શકે. આપણને પરાધીનપણું દેખાતું ન હોય અને એ જગમતું હોય તો ધર્મ પણ
278 | નવ તત્ત્વ
Page #296
--------------------------------------------------------------------------
________________
પરાધીનપણાને મજબૂત બનાવવાનું જ કાર્ય કરશે. કર્મસત્તાએ આપણને એવી રીતે ગોઠવી દીધા છે કે પરાધીનતા લાગણી નથી ને પ્રભુ ગમે તેટલું કહે આપણે માનવા તૈયાર નથી. પ્રભુની આજ્ઞાનું નિયંત્રણ નહીં ગમે. જગતની ગુલામી તમને ગમશે ને હોંશે હોંશે કરશો. જેમાં બંધન નથી તે બંધન લાગે છે ને તેમાંથી છૂટવા માટે તલપાપડ છીએ. કર્મોના ઉદયથી જે બંધન છે તે બંધન લાગતા જ નથી. જ્યાં સુધી આ નિર્ણય ન થાય-આત્માની સ્વતંત્રતા ઓળખાય નહીં, તે ગમે નહીં ત્યાં સુધી મોક્ષ સાધના થતી નથી. સાધનામાં મુખ્ય સાધના ધ્યાન છે. બંધના ધ્યાન વિના તૂટી શકતા નથી. કર્મના વિકારરૂપ બંધન એ જ સંસાર છે માટે કર્મના ક્ષય વિના મોક્ષ ન થાય.
પરમાત્મામાં ધ્યાન શેનું કરવાનું :
પરમાત્માના ધ્યાનમાં પણ ધ્યાન તો આત્માનું જ કરવાનું છે. આલંબન પરમાત્માનું અને પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી તે ધ્યાનદશા જયાં પોતાનો આત્મા અસંખ્યપ્રદેશી દેખાય, હું આત્મદ્રવ્ય છું એનું ભાન આવવું એ ઉપયોગ આવવો એ ધ્યાનદશાની શરૂઆત થઈ. ફક્ત પ્રતિમા રૂપે પરમાત્મા આપણા ધ્યાનમાં છે તો તે માત્ર શુભધ્યાન જ છે. ખરેખર અહીં પણ પરમાત્માના સ્વરૂપને જ પકડવાનું છે. પરમાત્માનું અને આત્માનું સ્વરૂપ એક જ છે અક્ષય, અરૂપી, અગુરુલઘુ ને અવ્યાબાધ સમાન છે. અગુરુલઘુના કારણે પરમાત્માને સમગ્ર જીવરાશિ સમાન લાગે છે. (સત્તાએ સર્વને શુદ્ધ જાણે છે.)
“પ્રભુ તુજ જાણગરીતિ, સર્વ જગ દેખતા હો લાલ; નિજસરાએ શુદ્ધ, સહુને લેખતા હો લાલ.”
| (સુવિધિનાથ સ્તવન-પૂ. દેવચંદ્ર વિજયજી મહારાજ) સમતાનો પરિણામ પરમાત્મામાં સતત એકસરખો ચાલ્યા જ કરે. સામાયિક કરવા દ્વારા આપણે પણ આપણો આ સ્વભાવ કેળવવાનો છે. અગુરુલઘુ ગુણ આપણામાં દબાયો તેથી જીવોને જોતાં આપણને વિષમતા દેખાય છે. પ્રથમ તો આપણે એ માનવાનું છે જે પ્રભુનું કહેલું બધું માનીએ તો સમ્યગ્દર્શન ગુણ, ને પછી તે મય બની જવાનું છે. સ્વામિ-સેવક વગેરે સંબંધો આપણે સ્વીકાર્યા, તે પ્રમાણે બંને પક્ષે વ્યવહાર ન થાય તો તમે સમતાના પરિણામમાં મજેથી રહી શકો? ન રહી શકો. સમતા ક્ષણે ક્ષણે ખંડિત થાય છે. સામાયિક ભાવ નથી રહેતો. નિશ્ચયદષ્ટિ
અજીવ તત્વ | 279
Page #297
--------------------------------------------------------------------------
________________
ધરીને સ્વામી તરીકે રહેવાનું છે. પર્યાય તરીકે પણ તે પર્યાયમાંથી છૂટવાનું છે. સ્વામી બન્યા વગર સેવક સાથે વ્યવહાર કર. વીર પરમાત્મા સ્વામી છે અને ગૌતમસ્વામી સેવક છે, સાથે સાથે તેઓ ૫૦,૦૦૦ કેવલીના ગુરુ તરીકે સ્વામીના પર્યાયમાં પણ છે. એમણે પરમાત્માની અંતિમ ઘડી સુધી આ સેવકપણાનો વ્યવહાર બરાબર પાળ્યો છે. બંને ઊચ્ચગોત્રમાં છે છતાં ત્યાં પણ તરતમતા રહેવાની છે. પરમાત્મા પાસે જો આપણે સેવક બનીને ગયા હોત તો આજે જે આશાતનાઓ થાય છે તે ન થાત. લાખો રૂપિયા ખર્ચાય ને આશાતનાઓ પણ થાય. કર્મે તમને
જ્યાં જે વ્યવહારમાં ગોઠવ્યા છે ત્યાં તમારે ઉચિત વ્યવહાર કરીને છૂટવાનું છે. ઘર-ઘર ગૌતમસ્વામીની પ્રતિમાઓ પધરાવાય છે. પણ ગૌતમસ્વામી શું હતા તે સમજીને અંતરઘરમાં પધરાવાના છે તે થતું નથી.
જ્યાં સુધી આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર થતો નથી ત્યાં સુધી તેનું હિત થઈ શકતું નથી એટલે આત્માને પોતાની વર્તમાન અવસ્થા જે છે તેનું પણ જ્ઞાન જરૂરી છે. જે સ્વભાવ છે તે પ્રમાણે આત્મા વર્તતો થાય ત્યારે જ આત્માનું. હિત થાય છે તે જ ધ્યાન છે. સર્વજ્ઞ નથી બનતો ત્યાં સુધી આત્માને પૂર્ણ જ્ઞાન થતું નથી. આત્માનો સ્વભાવ છે શેયના પૂર્ણ જ્ઞાતા બનવું, પણ વર્તમાનમાં કર્મના આવરણને કારણે એ પૂર્ણ જ્ઞાતા નથી બની શકતો માટે આવરણને હટાવવું જરૂરી છે. આવરણનું મૂળિયું મિથ્યાત્વ મોહ છે માટે જ્ઞાન પર વિશેષ તે આવરણ કરે છે. તેથી પ્રથમ મિથ્યાત્વ હટાવવું જરૂરી છે. મિથ્યાત્વની હાજરીમાં જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય છે પણ જ્ઞાનની શુધ્ધતા થતી નથી તેથી તે શુદ્ધ કાર્ય કરી શકતું નથી. સંજ્ઞી પંચેન્દ્રિય કર્મબંધ સૌથી વધારે કરી શકે છે કારણ કે એનું જ્ઞાન મલિન છે. મન એ જ્ઞાનનું સાધન છે પણ મિથ્યાત્વને લીધે જ્ઞાન મલિન છે માટે રાગાદિ ભાવો પણ વધારે કરે છે. અસંજ્ઞી માત્ર વર્તમાનની જ સુખ-દુઃખની પ્રવૃત્તિ-નિવૃત્તિની વિચારણા કરી શકે છે. જ્યારે સંજ્ઞી ભવિષ્યની પરલોક સબંધીની વિચારણા કરે છે અને તેમાં સુખ કેમ મળે અને દુઃખ કેમ ટળે એની જ સતત વિચારણા કરે છે. વિકસેન્દ્રિય પણ સુખ મેળવવાનો જ પ્રયત્ન કરે છે. પણ સુખ મેળવવાનો આત્માનો
સ્વભાવ હોવા છતાં પણ એને દુઃખ જ મળે છે, કારણ આત્મ સુખનું ભાન નથીને મિથ્યાત્વની હાજરી છે તેના લીધે જ્ઞાન અશુદ્ધ બની જાય છે તેથી આત્માને દુઃખમાં સુખનો ભ્રમ પ્રગટ થાય છે. પીડા છે ત્યાં સુખ માને છે. 280 | નવ તત્ત્વ
Page #298
--------------------------------------------------------------------------
________________
આત્માના સુખનો અનુભવ નહીં થાય કારણ? મિથ્યાત્વ અને ચારિત્ર મોહનો ઉદય છે અને મિથ્યાત્વ અને ચારિત્ર મોહના ઉદયમાં ક્યારેય પણ આત્મસુખને ન ભોગવી શકે કારણ તે વખતે તે પુદ્ગલનું સુખ ભોગવવાની રુચિ અને પુગલના સુખમાં આત્મસુખની ભ્રાંતિ રહે માટે જ જ્ઞાન જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી આત્મ સુખની રુચિનો પરિણામ નહીં થાય. જીવ જે પ્રવૃત્તિ કરે છે તે પ્રાયઃરુચિના પ્રમાણે ચાલતી હોય છે.
આત્માનું હિત ઘણું બધું દુર્લભ છે, જ્યાં સંજ્ઞીપણું મળે નહીંને ત્યાં સુધી સુખ માનીને દુઃખ ભોગવે એટલે દુઃખનું અનુબંધ બાંધે, ને ભાવિમાં પાછો દુઃખ ભોગવે. ભગવાનની આજ્ઞાને પૂર્ણ માનીને પાળતા નથી. જીવ માત્ર સુખનો અર્થી છે, પણ
જ્યાં સુધી મોહના પરિણામ ઓછા થાય નહીં ત્યાં સુધી આત્માના સુખની રુચિ કે અનુભવ આત્માને નહીં થાય. તેની માટે આત્માએ અપૂર્વ પુરુષાર્થ કરવો પડે. અપૂર્વ વીર્ય જ્યાં સુધી આત્મા ન ફોરવે ત્યાં સુધી આત્મસુખ ન મળે. ભ્રાન્તિની ભીતરમાં આપણે છીએ તેનો પ્રથમ નિર્ણય કરવો પડે. આત્મા ધ્યાતા રૂપે તો અનાદિનો છે જ પણ મિથ્યાત્વની હાજરીમાં ધ્યેય પર જ છે. સ્વાત્માને સત્તાગત પરમાત્મા માની સ્વાત્માને પરમાત્મારૂપ પ્રગટાવવા-પરમાત્માનું ધ્યાન કરી સર્વ પર અલંબનો છોડી સ્વાત્મામાં સ્થિરતારૂપ ધ્યાન ન કર્યું. • વિરતિ વિના ધર્મ ધ્યાન ન ઘટે:
ધ્યાન ધર્મ ધ્યાન સ્વરૂપ બનવા માટે મોહના સાધનોને છોડવા જ પડે, માટે જ વિરતિ વિના ધ્યાન ન આવે. અલ્પ અંશે પણ વિરતિ આવે તો અલ્પ અંશે ધ્યાન આવે, અને અંશ એ પૂર્ણતા અપાવે. મોહના પરિણામને છોડવો દુષ્કર છે માટે જ તમામે તમામ ધર્મક્રિયા વિરતિપૂર્વક બતાવી છે. અનુભવ આત્મામાં કરવાનો છે. પરમાત્મા પૂર્ણ ગુણથી ભરેલા છે છતાં પરમાત્માનો કોઈ અનુભવ નહીં થાય. અનુભવ ત્યારે જ થશે જેટલા અંશમાં પોતાનો આત્મા શુદ્ધ થશે માટે સ્વયં જિન બનીને જિનનું ધ્યાન કરવાનું છે અર્થાત્ જેટલા અંશે રાગ-દ્વેષને જીવ છોડે તેટલા અંશે આત્મા સ્વયં જિનપણે થયો કહેવાય, તે સિવાય શુભધ્યાન, શુભસંસ્કારનો લાભ મળશે પણ સકામ નિર્જરા અને સ્વાત્માનુભવ નહીં થાય.
જિનવાણીમાં આત્મા, આત્માના સ્વભાવ ને સ્વરૂપની વાત ન આવે તો તે જિનવાણી કહેવાય નહીં. અહીં પ્રેકટીકલ રૂપે આત્માના અનુભવની વાત ન હોય
અજીવ તત્ત્વ | 281
Page #299
--------------------------------------------------------------------------
________________
પર
જય જલારામ
મ" કાંક
ને માત્ર પ્રલોભનો દ્વારા પુણ્યના પોટલાની જ વાત ચાલતી હોય તો તે સંસાર પોષક વાણી છે. છોડવું જ ગમતું નથી ત્યાં સુધી ધર્મની લાયકાત જ નહીં. જડથી ભિન્ન એવો જીવધર્મ છે જડને ન છોડો તો જીવને ધર્મ મળે કઈ રીતે? જડમય બનેલા જીવને જડથી છૂટા કરી દેવાનું ને જીવમય બની જવાનું એ જ તો ધર્મ છે. કર્મ બાંધે તો જડથી છૂટે કે કર્મનો ક્ષય કરે તો? સંસારના સંયોગો છોડી ધર્મના સંયોગોમાં રહીને જ આત્મામાં રહેલો ધર્મ કરવાનો છે. સંયોગોને છોડવા માટે જીવમય બનવું એટલે જ ભાવપ્રાણ વડે જીવવું. દ્રવ્યમય બનેલા જીવેદ્રવ્યપ્રાણો સાથે ભાવપ્રાણોને જોડી દેવાના અને સાધનામાં ઉપયોગથી દ્રવ્યપ્રાણોથી છૂટી જવાનું છે ને તે વખતે આત્માનો અનુભવ થાય. મોહના પરિણામથી આત્મા છૂટી જાય ત્યારે આત્મા પોતાના સુખના અંશનો અનુભવ કરી શકે. મન-વચન-કાયા ત્રણે પુદ્ગલમય છે તેને છોડી દેવાના છે, તે છૂટે તો અનુભવ થાય. આપણે સાધન પકડયું-સામાયિક લીધુંને આપણી જાતને ધર્મી માની લીધી અને પ્રભાવના લેવા તૈયાર થઈ ગયા પણ ભાવપ્રાણ મય ન જીવ્યા.
યોગથી છૂટી જવા માટે સ્વરૂપને પ્રગટ કરવાનું છે. મોહનો પરિણામ વિરૂપને પડે છે. અઘાતીના ઉદયે આત્માની અક્ષય, અરૂપી, અગુરુલઘુ અને અવ્યાબાધ આ ચાર અવસ્થા દબાણી છે તે આપણા લક્ષમાં આવવું જોઈએ. પરમાત્મામાં પણ અરૂપી આદિ સ્વરૂપના જ દર્શન કરવાના છે. સાધનાકાળમાં પરમાત્મા કાયાના ભયંકર ઉપસર્ગો કઈ રીતે સહન કરી શક્યા? કારણ નિર્ણય હતો કે મારું આત્મ સ્વરૂપ અક્ષય, અરૂપી, અગુરુલઘુ અને અવ્યાબાધ છે બાકી બધું પર છે. એમ સર્વજ્ઞના વચન દ્વારા નિર્ણય કર્યો છે. કર્મો જ આકાર-રૂપ-રંગ ફેરવ્યા તે સ્થિતિને આપણે પકડીએ છીએ તેથી તેના પરિણામવાળા બનીએ છીએ. સંગમ-કમઠ કોઈ પણ આવે પરમાત્મા પોતાનામાં મસ્ત. તમારી સામે કૂતરો આવ્યો ભસભસ કરે છે તેના પર બહુમાન આવે? નહીં આવે. આપણને બહુમાન ક્યાં? આપણને સહાયક થતા હોય, અનુકુળ થતા હોય ત્યાં. આ મોહનો પરિણામ છે અને આ વાતની આપણને જાણ પણ છે. પરમાત્માની નિર્વિકાર દષ્ટિ છે માટે તમામ જીવો પર સમાન દષ્ટિ છે.
ભર શા માટે થાય?:
સ્વ-પરનો નાશ થવાનો છે તેથી ભય થાય પણ સ્વરૂપનો ખ્યાલ હોય તો 282 | નવ તત્વ
Page #300
--------------------------------------------------------------------------
________________
નિર્ભયતા આવે. કરોડ રૂ. ની કાચની વસ્તુ હાથમાં છે તો કેટલી સાવચેતી રાખો? કે એ જાય નહીં, તૂટે નહીં અને જાયતો? તેમાં કેટલા તદાકાર ચિત્તવાળા બનો છો. જેની સાથે અત્યંત ગાઢ સંબંધ છે ત્યાં તે ભંગાઈ ન જાય તેની કાળજી કેટલી? આત્મામાં નિશ્ચય થઈ જાય કે આત્મા અક્ષય-અમર છે તો નિર્ભયતા આવી જાય. આત્મા નાશ પામવાનો નથી ને શરીર તો નાશ પામવાનું જ છે તો ત્યાં જિનની આજ્ઞા શું? શાશ્વતને જ પકડવાનું છે. નાશવંતને છોડવાનું છે. આપણને શાશ્વતનો વિચાર નથી ને નાશવંતનો વિચાર સતત છે. આપણે અનેકોને બળતા જોયા, બાળ્યા છતાં પણ આ વાતનો સ્વીકાર નથી, અને પરમાત્માની આજ્ઞાને માનવામાં-સ્વીકારવામાંપાળવામાં કેટલા તત્પર છીએ? પરમાત્માની વાત ગમવી એ દુષ્કરમાં દુષ્કર છે.
જીવને જ્ઞાન મેળવવાનો કંટાળો નથી મોટાભાગનો સમય જ્ઞાન મેવવામાં જ જાય છે. દહેરાસરના ઓટલા પર કલાકો ગામ પટલાઈ-વિકથાદિમાં પસાર થઈ જાય, પણ જિનાલયમાં? ટાઈમ થઈ ગયો, ભાગો, કારણ? આત્માના હિતનો રસ જાગ્યો નથી. ચાર સ્વરૂપનો નિર્ણય થઈ જાય તો મોહ પર વિજય પ્રાપ્ત કરવો એ હથેળીમાં છે. અભયનો પરિણામ આત્મામાં સહજ થવો જોઈએ પણ આત્મા સતત ભય સંજ્ઞાવાળો છે. પરમાત્માનું પ્રથમ વિશેષણ મૂક્યું કે અભાવથાણું. આ ન આવે ત્યાં સુધી ધર્મની શરૂઆત નથી. જયાં સુધી નાશવંત નાશવંત લાગે નહીં, શરીરનો મોહ છૂટે નહીં, તેની સાથે છૂટાછેડા લેવાનું મન ન થાય ત્યાં સુધી ધર્મના અધિકારી બનતા નથી. એટલે ભવનો નિર્વેદ. ભવ એટલે કર્મકૃત સર્વપર્યાયો સાથે અને દોષો સાથે રહેવાનો કંટાળો. શરીરાદી સર્વપર સંયોગો અનિત્ય, નાશવંત લાગે તો જ શાશ્વત આત્મા માટે ધર્મ પુરુષાર્થ થાય, નહીં તો ધર્મનો વ્યવહાર વગેરે બધું કરશો પણ ધર્મ આત્મા માટે આત્માને માટે નહીં થાય.
જીવ પર પ્રેમ અને જડ પર ઉદાસીનતા એ જ ધર્મનો સાર:
જડમાં જડપણાનું જ્ઞાન ન થાય ત્યાં સુધી જડમાં ઉદાસીનતા નહીં અને જીવમાં સત્તાએ સિદ્ધપણાનું ક્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી જીવ પર પ્રેમ લાવવાને બદલે જીવની વિરાધના (આસાતના) થવાની અને જવાનો રાગ પણ થયા કરવાનો. આમ જીવ સ્વપરની આશાતના વડે ૧૪ રાજલોકમાં પરિભ્રમણ કર્યા કરશે. આથી પૂ. શાંતિસૂરિ મહારાજ જીવવિચાર પ્રકરણના આરંભમાં વીર પરમાત્માને ભાવ વંદના કરે છે તે વખતે તેમનો પ્રધાન ઉપયોગ પરમાત્માના
અજીવ તત્વ | 283
Page #301
--------------------------------------------------------------------------
________________
સર્વજ્ઞાદિ ગુણો પર સ્વમાં સર્વજ્ઞ બનવાની રુચિ સહિતનો છે. તેઓ જિનાગમ વડે પોતાનો આત્મા સત્તાએ સર્વજ્ઞ માને છે. સર્વ જીવોના સ્વરૂપને કહીને સર્વ જીવો હણવા યોગ્ય નથી તે વાત સમજાય તો જ સર્વજ્ઞ બનાય. આથી જીવવિચાર જાણ્યા વિના સર્વ જીવોની આસાતનાથી બચાય નહીં. તેમાં સૌથી વધારે વિરાધના સ્થાવર જીવોની છે અને વધારે કાળ (સમય) પણ સ્થાવર જીવોની સાથે જ રહેવાનું થાય છે. તેથી સ્થાવર જીવોનું સ્વરૂપ પ્રથમ જાણવાનું અને પછી પુદ્ગલરૂપ સંસારયોગ પ્રત્યે સહજ ઉદાસીનતા લાવવા પુદ્ગલના દસ પરિણામો જાણવા અને તે માટે નવતત્વોનો અભ્યાસ પણ કરવો જરૂરી છે.
પુદ્ગલના ગતિ આદિ ૧૦ પરિણામોની સંસારી જીવોને જીવવા માટે સહાય લેવી પડે પણ સિદ્ધમાં રહેલા સિદ્ધાત્માને ૧૦ માંથી એક પણ પરિણામ નથી ને છતાં આત્મા શાશ્વત જીવી શકે છે. આપણને આ નિર્ણય થાય તો આપણું કામ થાય. જેને આવો નિશ્ચય થયો તેણે સંસારને કાચી ક્ષણમાં છોડી દીધો પણ જેણે આ નિર્ણય કર્યો તેણે સંસાર છોડયો તો પણ અહીં આવીને ફરી બીજા સંસારનું સર્જન કર્યું. પર ધર્મનો આત્મા ત્યાગ કરે તો જ તે સ્વધર્મ કરી શકે, તો જ નિર્જરા કરી શકે. સ્વધર્મ એટલે સમતા, ને સમતામાં ન આવે ત્યાં સુધી નિર્જરા ન કરી શકે. તો તે ધર્મના વ્યવહારમાં જ છે. સાતા-અસાતાના પરિણામને-મમતાના પરિણામને છોડવા તે સમતા છે. સામાયિક લઈને બેઠા-શીતળ પવન આવ્યો તેને અનુભવવો નથી તો અનુકૂળતાનાં રાગને તોડવા માટે પ્રતિકૂળતા શોધવી પડે ને તેમાં પ્રતિકૂળતા ન લાગે તો સમતા આવી કહેવાય.
મોહને પ્રથમ છોડવો પડે માટે સંયોગને છોડવા પડે. જેમ ચડવા માટે સીડી જરૂરી તેમ ઉપયોગમાં જવા યોગની જરૂર છે. નાની પણ ક્રિયામાં આત્માની અનુભૂતિ થાય. મોહ છૂટે એટલે આનંદ આવે જ. સહજ નિર્મળ આનંદ એ જ આત્માની અનુભૂતિ છે. આનંદની ઉર્મિઓ અંદરમાં ઉછળી જ રહી છે, એની લહેરીઓ આવી જ રહી છે પણ મોહના કારણે એ ઢંકાઈ છે ને કાં બગડી રહી છે.
ભાવથી ઊર્ધ્વ ગતિ એટલે શું? પુદ્ગલ જડ છે, સંવેદના ત્યાં નથી. સંવેદના તો આત્મામાં જ છે. નિર્મળ આનંદ આત્મામાં સત્તામાં રહેલો છે એટલે આત્મવીર્ય મોહને છોડવાનું કરે તો આત્મવીર્ય સ્વગુણમાં પ્રવર્તતું થાય. અર્થાત્ આત્મિક અનુભૂતિ થાય તેમાંથી 284 | નવ તત્ત્વ
Page #302
--------------------------------------------------------------------------
________________
છૂટવાનું મન ન થાય, પણ એ વર્તમાનમાં અલ્પ સમય જ આવે છતાં એની મસ્તી આખો દિવસ અનુભવાય -શુભ અધ્યવસાય આખો દિવસ ચાલે. જો આત્માની અનુભૂતિ કરવાનો નિર્ધાર થાય તો આ ઊર્ધ્વગતિ સ્વભાવને યાદ ન કરવો પડે પણ આખો દિવસ જે આશ્રવ રૂપ આત્મા બનેલો છે ત્યાં તેને પશ્ચાતાપ થાય કે તું ખોટા માર્ગે છે. સ્વભાવમાં તું નથી, ક્યાં ભમી રહ્યો છે. આ દ્રવ્યથી વાત થઈ. તો ભાવથી ઊર્ધ્વગતિ શું? આત્મવીર્ય આત્મગુણોમાં પ્રવર્તમાન થાય અને તે આપણા હાથમાં છે. જ્યાં સુધી આયુષ્ય કર્મનો ઉદય છે ત્યાં સુધી ઊર્ધ્વગતિ કરવામાં આપણે સ્વાધીન છીએ. ભાવથી ઊર્ધ્વગતિ કરવાનું દ્રવ્ય સાધનમન અને ભાવસાધન સમ્યકત્વ સહિત જ્ઞાન-ચારિત્ર ગુણનો સચોપક્ષમ ભાવ. આથી આત્મા ભાવથી ઊર્ધ્વગતિ કરી શકે અને તે કથા ગુણઠાણાથી શરૂ થાય. સમ્યગ્દર્શન આવે ત્યારથી શરૂઆત થાય. એની માટે પ્રીતિ અનુષ્ઠાનમાં આવવું પડે. તે માટે પ્રશ્ન થવો જોઈએ કે મને દેહ વધુ પ્યારો લાગે છે કે પરમાત્મ પ્યારા લાગે છે? જેને પરમાત્મા પ્રિય લાગે તે એક પણ વ્યવહાર પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ ન કરે. દેવ મૂળદેહે તો દેવલોકમાં હોય અને ઉત્તર વૈક્રિય શરીર કરીને દેવલોકની બહાર જાય. મૂળ શરીરથી દેવી સાથે પણ હોય અને બીજા શરીર વડે પરમાત્મા પાસે પણ હોય. દેહ કરતાં પરમાત્મા પ્રત્યે અધિક રાગ હોય તો જ પ્રીતિ અનુષ્ઠાનમાં આપણો નંબર લાગે. સતત ર૪ કલાક આ વાત તપાસવી પડે. નૈવૈદ્ય કોને વધારે ચડાવે છે? દેહને કે પરમાત્માને? જો આ તપાસ કરશો તો બધું જ જાણી શકાશે. તો પરમાત્માની બધી જ આશાતનાઓ છૂટી જશે. ધર્મમાં પ્રીતિ અનુષ્ઠાનથી જ પ્રવેશ મળે છે.
શરીર એ દ્રવ્ય અને ભાવ રૂપે પરિગ્રહ છે: આત્માને પોતાના હિતનો નિર્ણય થાય તો તેણે અનાદિનો જે ઊંધો પુરુષાર્થ કર્યો છે તે સંપૂર્ણ ફેરવવો પડે. એકેન્દ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય તમામ જીવો સતત પુરુષાર્થ કરતા જ હોય છે. કીડી ખાય કેટલું? એનું પેટ કેટલું? ને છતાં સંગ્રહ કેટલો? વગર પ્રયોજન પણ વસ્તુ ગ્રહણ કરવાનો વિભાવ સ્વભાવ થઈ ગયો છે જે આત્માનો સ્વભાવ જ નથી. એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિયને તો મિથ્યાત્વછે જ એટલે એ સંગ્રહ કરે છે પણ સંજ્ઞી પંચેન્દ્રિય એનાથી પણ વધુ સંગ્રહ કરે છે કારણ? એને મન મળ્યું છે. મનુષ્યભવ પામીને હિતનો વિચાર હિત બુદ્ધિથી ન કરે તો મળેલી સામગ્રીનો
અજીવ તત્વ | 285
Page #303
--------------------------------------------------------------------------
________________
ઉપયોગ અહિત માટે જ કરવાનો છે. માટે જ જ્ઞાનીઓએ કહ્યું કે આત્મજ્ઞાનથી કર્મ ક્ષય થાય. આત્મા પર બંધાયેલા કર્મોનો નિકાલ થાય તો જ આત્માનું હિત થાય. કર્મોનો નિકાલ થાય તો જ સ્વરૂપ અને સ્વભાવ પર જે આવરણ છે તેનો નિકાલ થાય. કર્મો સ્વરૂપ અને સ્વભાવ પર આવરણ કરે છે. તેનાથી ઢાંકી દે છે, ઢાંકીને વિરૂપ ઉભું કરે છે પણ સ્વરૂપ અને સ્વભાવનો નાશ નથી કરી શકતો. વર્તમાનમાં આપણા સ્વરૂપને સ્વભાવને આપણે ભૂલી ગયા છીએ માટે જ કર્મો બંધાય છે.
આત્મા પરિગ્રહ શા માટે કરે છે?
આત્મા આત્માને ભૂલ્યો ને કર્મે જે શરીર રૂપી પરિગ્રહ આપ્યું તેને પોતાનું માન્યું તેના માટે જ આત્માએ પરિગ્રહ કર્યો. શરીરનો એ જ સ્વભાવ છે કે પરિગ્રહ કરાવવો, માટે શરીરને પરિગ્રહ માનવો જ પડે. શરીર એ દ્રવ્ ને ભાવ બે રીતે પરિગ્રહ બને છે. શરીર એ દ્રવ્યથી ઔદારિક વર્ગણાઓના પિંડ રૂપે છે. અનંતી વર્ગણાઓથી બને છે માટે એ દ્રવ્ય પરિગ્રહ છે એને પોષવા માટે સતત આહારરૂપે પુદ્ગલ પિંડનો પરિગ્રહ આપવો જ પડે અને શરીરને મારા તરીકે માનવું તે ભાવથી પરિગ્રહ છે માટે આપણને એ નિર્ણય થવો જોઈએ કે શરીર એ પરિગ્રહના સ્વભાવવાળો જ છે અને આત્મા એ પરિગ્રહના સ્વભાવરૂપ નથી. શરીર પર જેટલી મમતા ઉભી કરીએ તેટલો ભાવથી પરિગ્રહ વધારે. માટે જ કાઉસ્સગ્ગ ધ્યાનમાં કાયાની મૂચ્છને વોસિરાવીએ છીએ. કાયાને છોડી નથી શકતા પણ તેની મૂચ્છ, તેના પ્રત્યેની મમતા છે તેને છોડી દેવાની છે. જે આત્મા ભાવ પરિગ્રહ વર્તમાનમાં છોડી શકે છે તે ભાવિમાં કાયાનો સંપૂર્ણ ત્યાગ કરી શકે છે. અભવીનો આત્મા કાયાનો પૂરો રસ કાઢીને નિચોવી નાખે છે પણ તેની કાયાની મમતા છૂટતી નથી માટે ભાવિમાં તેને સારી કાયા મળે છે. જ્ઞાનસારમાં પણ ઠેર ઠેર આ જ વાત કરી છે. પોતાના આત્માનું પૂર્ણ જતન મુનિ સિવાય કોઈ કરી શકે તેમ નથી.
“જગત જેની અપેક્ષા કરે, મુમુક્ષ તેની ઉપેક્ષા કરે.” પુણ્ય એ પરિગ્રહ છે:
મુનિ માટે બે જ ઉપાય બતાવ્યા. સ્વરૂપ ને સ્વભાવની જ પૂર્ણતા કરવાની છે અને તેની માટે જે વ્યવહાર કરવો પડે તે જ તારો આચાર છે. તે સિવાય બીજું કાંઈ કરવાનું નથી અને શ્રાવકોને પણ આ જ કરવાનું છે. કારણ સાધુ થવાની ઈચ્છાવાળો જ શ્રાવક કહેવાય. ધર્મ કરતાં પણ જો આત્મામાં નિજારાનું લક્ષ નથી 286 | નવ તત્ત્વ
Page #304
--------------------------------------------------------------------------
________________
તો પુણ્ય જ બંધાય અને પુણ્ય એ અરિગ્રહ જ છે. તમારો આગ્રહ ક્યાં છે? પરિગ્રહ છોડવામાં કે પરિગ્રહ ભેગો કરવામાં અર્થાત્ નિર્જરા કરવામાં કે પુણ્ય બાંધવામાં? પરિગ્રહ છોડ્યો એ નિર્જરા. પુચ બંધાવું એ પરિગ્રહ ભેગો કર્યો. પર અપેક્ષા સંસાર છે, પર ઉપેક્ષા મોક્ષ છે. જગત જેની અપેક્ષા કરે તેની જ મુનિ કે ઉપેક્ષા કરે. બસ એટલું જ કરવાનું છે. મિથ્યાત્વ નીકળે નહીં ત્યાં સુધી તે પરની અપેક્ષા જ કરાવશે. સમ્યગ્દર્શનનું કાર્ય પરની ઉપેક્ષા તથા સ્વની અપેક્ષા કરવાનું છે. ચારિત્રનું કાર્ય છે પોતાને માણવું. સમ્યત્વ પરથી વિમુખતા કરાવશે અને સ્વનો સ્વીકાર કરાવશે ને ચારિત્ર પોતાનું જે છે તેને માણવાનું કાર્ય કરે છે.
આત્માને પુદ્ગલના ૧૦ પરિણામની રુચિ અનાદિથી છે તે ન છૂટે તો આત્માને આત્માના ગુણોની રુચિ નહીં થાય માટે પરની રુચિ ન થવી જોઈએ તો આત્મ હિત થાય અને એની માટે પોતાની સિદ્ધ અવસ્થાનો નિર્ણય થવો જોઈએ. તો જ સ્વભાવ તરફ જવાનો એનો નિર્ણય થાય. ભાવથી ઊર્ધ્વગતિ મનવાળા આત્મા જ કરી શકે માટે અસંજ્ઞી તમામ આત્માઓ આત્માનું અહિત જ કરી રહ્યા છે, તે ઊર્ધ્વગતિ કરી શકતા નથી. તેમની માટે અકામ નિર્જરા જ એક ઉપાય છે તેના દ્વારા જ તે આગળ આવી શકે. મનનો જો દુરુપયોગ કર્યો તો કર્મસત્તા પછીના ભવમાં તેનું મન લઈ લે. તેને પ્રાયઃ સંમૂછિમ અવસ્થાના જ ભવો મળે. કર્મે આપેલા તમામ પર્યાયો પણ પુદ્ગલ જ છે. કારણ કર્મ પોતે જ પુદ્ગલ છે. તેના દ્વારા મળે તે પણ પુદ્ગલ જ મળે. તમામ સંબંધો પણ કર્મકૃત જ છે. તેને જિનવચન ગમ્યા કે પુદ્ગલ? તેણે પત્નીના આત્માને નથી જોયો માટે તેને આત્મા નથી ગમ્યો. પુદ્ગલ જ ગમ્યું માટે જ મરીને તેમાં જ જૂ તરીકે ઉત્પન્ન થયો. શાસ્ત્રોમાં દષ્ટાંતો આપવામાં આવે છે તેનાથી પોતાના આત્મામાં અનુપ્રેક્ષા કરવાની છે. વાર્તા માત્ર સાંભળવાની નથી. ૧૪ પૂર્વનું જ્ઞાન પણ જો આત્મામાં અનુપ્રેક્ષા ન કરાવે, આત્મામાં પરિણામ પામીને તન્મયતા નથી કરાવતું તો બધું જ દ્રવ્ય કૃતજ્ઞાન છે. સમગ્ર જીવરાશિની વિચારણા શા માટે કરવાની છે? જેને મન મળ્યું છે તે જ આત્મહિત કરી શકે મન વગરના આત્મહિત કરી શકતા નથી માટે મનને સમ્યગ્દર્શનથી વાસિત કરવામાં આવે તો જ તેનું હિત થાય માટે ભાવથી આત્માની ઊર્ધ્વગતિ તે આત્મવીર્યનું આત્માના ગુણોમાં પરિણમન થવું તે છે અને તે આપણે કરી શકીએ છીએ. ધર્મની સ્થાપના અને ધર્મની આરાધના આત્માના ગુણો સાથે જોડાવા માટે અને પરના સંબંધોથી છૂટવા માટે છે.
અજીવ તત્વ | 287
Page #305
--------------------------------------------------------------------------
________________
પરમાત્મા એટલે પુગલ સાથે સંપૂર્ણ ભેદ અને જીવ સાથે અભેદ
સમ્યગ્દષ્ટિનું મન મોક્ષમાં હોય માટે એ સંસારમાં ચિત્તપાતી ન હોય, કાયપાતી હોય. સમ્યગ્દર્શનનું એ લક્ષણ છે. સમ્યગ્દષ્ટિને પાપ ઘરમાંથી નીકળવાનો જ ભાવ હોય. શારીરિક નબળાઈ કે સત્વના અભાવાદિના કારણે બાહ્ય સંયોગો છોડી ન શકે તો પણ રહેવાનું મન તો ન જ હોય. સર્વજ્ઞની દષ્ટિ પ્રમાણે સંસાર ને મોક્ષનો નિર્ણય એકવાર બરાબર થઈ જાય ને રુચિ તેમાં થઈ જાય તો પછી આત્માનો વિકાસ ઝડપી છે. પુદ્ગલનો પુદ્ગલ સાથે જોડાવાનો સ્વભાવ છે. આત્માનો તે સ્વભાવ નથી. આત્માનો સ્વાત્માના ગુણો સાથે જોડાવાનો સ્વભાવ છે. પરમાત્માએ પુદ્ગલ સાથે સંપૂર્ણ ભેદ અને જીવ સાથે સંપૂર્ણ અભેદ પરિણામ કર્યો માટે જ તે પરમાત્મા બન્યા. આપણને પણ એક પણ જીવ પ્રત્યે દ્વેષ ન થાય, પછી તે નિગોદ, નરક કે દુશ્મનાદિ કોઈપણ જીવ હોય. પુદ્ગલ બધું જ હેય લાગે તો આત્મા પરમાત્મા થવાને લાયક બને. પરમાત્માની આજ્ઞા છોડવા-તોડવા તૈયાર પણ પ,ર૫ કે ૧૦૦ વર્ષના જે સંબંધો બંધાયા છે તેને છોડવા તૈયાર નથી. તેની સાથે શાશ્વત સંબંધ કરવાની ભાવનાવાળા છીએ. આપણે પુદ્ગલના સ્વભાવમય બનીને જડ જેવા બની ગયા છીએ. ગોર સંબંધો બંધાવે. ગુરુ તેને જ કહેવાય જે ગોરે બંધાવેલા સંબંધોને ભગાવે અને આત્મા સાથે શાશ્વત સંબંધ જોડાવે.
પર સાથે અનાદિકાળથી આત્મા જોડાયેલો છે હવે તેને સ્વ સાથે જોડાવાનું છે. ધર્મની સ્થાપના પણ તે જ આત્મા માટે છે કે જેને સ્વ સાથે જોડાવું છે. પર સંયોગ દ્વારા થયેલી પર અવસ્થાનો પોતાને નિર્ણય ન થાય તો તે વાસ્તવિક ધર્મની આરાધના કરી શકે નહીં.
આત્મામાં રહેલો ધર્મ (ગુણ) એનિશ્ચય રૂ૫ છે અને તેને પ્રગટાવવા સાધના રૂપ જ્ઞાનાચારાદિ વ્યવહાર (વિધિ) ધર્મ કરવાનો છે.
આત્મા આત્મામાં ત્યારે જ સ્થિર થઈ શકે જ્યારે એ પરથી છૂટો થાય. સમગ્ર ધર્મ આરાધના વ્યવહારથી મૂકી છે, તે પણ બધો જ વ્યવહાર આત્મથી પર છે એટલે જ મોટો વાંધો આવ્યો, આપણે એટલે જ અટવાઈ ગયા, નહીં તો ધર્મની વૃદ્ધિ સહજ થવી જ જોઈએ. તે કેમ ન થઈ શક્યું વ્યવહારને ધર્મ માનીને ત્યાં જ પૂર્ણતા માની લીધી. ધર્મ શું કરવાનો છે તે જ ન જાણ્યું. આત્મ કલ્યાણ કરવું હોય તો માન્યતા ફેરવવી જ પડે. ધર્મ આત્મામાં રહેલો છે તેને પ્રગટ કરવાનો
288 | નવ તત્ત્વ
Page #306
--------------------------------------------------------------------------
________________
છે. ગૌતમસ્વામીએ પરમાત્માને પ્રશ્ન પૂછ્યું કે ભગવન! કિં તત્તર તત્વ શું છે? પ્રભુએ ઉપન્નઈવા-વિગઈવા ને જુવેઈ વા. જ્યારે “ધુવેઈ વાર કહ્યું ત્યારે તેમણે ધુવેઈ તત્ત્વરૂપે સ્વીકારી લીધું. ધુવ એટલે શાશ્વત-સદા રહે. શાશ્વત છે તે સદા રહે, તે ધર્મ જ કરવાનો છે, તે ધર્મ જ પામવાનો છે પણ આપણે ધર્મને વ્યવહાર રૂ૫ માન્યો તેથી ફળ પણ વ્યવહાર રૂપ, પુણ્ય જ મળ્યું. નિશ્ચય ધર્મ કરે તેને નિશ્ચય ફળ-ગુણની પ્રાપ્તિ મળે. તેને પ્રગટાવવા માટે સાધનાની જરૂર પડે, સાધન તે વ્યવહાર છે. • સામાયિક એ સાધન-સમતા એ ધર્મ:
સામાયિક એ સાધન છે કોનું? સમતાના પરિણામને પ્રગટાવવાનું એ સાધન છે. સામાયિકની વિધિ એ ધર્મ નથી પણ ધર્મનું સાધન છે. સમતાએ જ ધર્મ છે, ને તે આત્મામાં રહેલી છે. પ્રથમ તો સર્વવિરતિ ધર્મજ બતાવ્યો છે. વીતરાગતા એ આત્માનો પૂર્ણ સ્વભાવ ધર્મ છે તેને પ્રગટાવવા માટે સર્વવિરતિ એ ધર્મનો વ્યવહાર બન્યો.
કર્મકૃત અવસ્થાવાળા આત્માના પુગલના સંયોગના કારણે થયેલા ૧૦ મિત્ર પરિણામો:
આત્માનું હિત કરવા માટે આત્માએ ધ્યાન કરવું જોઈએ અને તેની માટે જ્ઞાન હોવું જરૂર છે, અને જ્ઞાનમાં આત્માને પોતાની સ્વરૂપ સ્થિતિનું ભાન થવું જોઈએ. જે કર્મોથી રહિત છે તે પૂર્ણ જ્ઞાતારૂપ ધ્યાન પરિણામમાં સહજ છે. તેને ધ્યાનનો વ્યવહાર નથી કરવાનો પણ જે કર્મોથી આવરિત છે તેને ધ્યાન કરવાનો વ્યવહાર મૂક્યો છે. જેમ પુદ્ગલના ૧૦ પરિણામ છે તેમ જીવના પણ ૧૦ પરિણામ છે. એ પણ જાણવાના છે એટલે આત્માને ખ્યાલ આવે કે વિકાસ કરવા માટે હજી શું શું કરવાનું છે. વર્તમાનમાં જીવ ક્યાં છે? તેને રૂપ મળ્યું છે તેમાંથી રૂપાતીત થવાનું છે. કાયાતીત અવસ્થામાં ધ્યાનમાં જવાનું છે. કાયાવાળો છે તેથી યોગવાળો છે એટલે યોગાતીત અવસ્થામાં જવાનું છે. ઉપયોગનો આધાર મન અને ઈન્દ્રિયો છે એટલે આત્માને ઈન્દ્રિયાતીત અવસ્થા અને છેલ્લે મનાતન અવસ્થામાં જવાનું છે અને આ બે ૧૦-૧૦ પરિણામો સિવાય આત્માની શુદ્ધ દશાના ૧૦ શુદ્ધ પરિણામો છે. આ નિર્ણય પાકો થાય પછી જ સાચી સાધનાની શરૂઆત થાય, પછી વાસ્તવિક ભેદ જ્ઞાન થાય, પછી જ અનાદિ પુદ્ગલના સંયોગથી આત્માનો ભેદ કરવાની પ્રક્રિયારૂપ ધ્યાનની શરૂઆત થાય.
અજીવ તત્વ | 289
Page #307
--------------------------------------------------------------------------
________________
પુદગલના સંયોગના કારણે આત્મા ૧૦ મિશ્ર પરિણામ
| ગતિ, ઈન્દ્રિય, કષાય, લેશ્યા, યોગ, જ્ઞાન-અજ્ઞાન, દર્શન, મિથ્યાત્વ, ચારિત્ર અને વેદ આ ૧૦ પરિણામો જીવને કર્મના કારણે થયા છે.
૧) ગતિ પરિણામ: માત્ર ઊર્ધ્વ ગતિ કરવાના સ્વભાવવાળો જીવ પુદ્ગલના સંયોગના કારણે દિશા-વિદિશા આદિ ૧૮ દ્રવ્ય દિશા અને નરકાદિ ચાર ભાવગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. માટે જ પરમાત્માના ૪ જ્ઞાનના ધણી ગૌતમસ્વામીને પ્રસાદ ન કરવાનું કરી રહ્યા છે. પ્રભુ વીતરાગ સર્વજ્ઞ છે અને ગૌતમસ્વામીને સર્વજ્ઞપણાની સતત ઝંખના છે. છતાં વિતરાગ પ્રભુ પ્રત્યેનો પ્રશસ્ત રાગરૂપ પ્રમાદનો ત્યાગ નથી અર્થાત્ ભાવથી ઊર્ધ્વ ગતિરૂપ પૂર્ણ સ્વભાવમાં નથી. આત્માનો સ્વભાવ તો ઊર્ધ્વગતિ છે આડાઅવળા જવાનો નથી. દ્રવ્ય ને ભાવગતિ એમ બે ગતિ છે. પુદ્ગલની પરાધીનતા જીવને જ્યાં સુધી છે ત્યાં સુધી દ્રવ્યગતિ રોકી શકવાની નથી. છતાં પણ તેને રોકવા માટે પ્રભુએ કાયોત્સર્ગ ધ્યાન બતાવ્યું. તેના દ્વારા દ્રવ્યગતિ રોકી શકાય છે. એક ડગલું ઉપાડે ત્યારે વિચાર આવવો જોઈએ કે આ મારી ગતિ નથી. આપણે આખો દિવસ હાલીએ ચાલીએ તે શા માટે? પુદ્ગલ માટે જ. જ્યાં આત્માનો લક્ષ નથી ત્યાં બંધ પડે તો પણ તે પુદ્ગલનો જ પડે છે માટે જ
290 | નવ તત્ત્વ
Page #308
--------------------------------------------------------------------------
________________
આવશ્યક વિના સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા કોઈ પણ હોય, ચલાય નહીં. માટે જ પ્રભુએ કેવો સુંદર માર્ગ બતાવ્યો નિશીહિ, આવસ્યહિ વગેરે નિશ્ચયને પામવા માટે બતાવ્યા. જેનાથી આત્માનો પ્રમાદ ટળે તેને જ આવશ્યક કહેવાય. શબ્દ બદલાય ને તરત ઉપયોગ આવવો જ જોઈએ, સાધુથી લટાર મારવા જવાય નહીં. કોઈની ખબર-અંતર પૂછવા જવાય નહીં. આ વાતને જાણે તો પછી તેને મોજમઝા જ છે. એને એક જ પ્રયોજન છે કે આત્માના સ્વભાવમાં જે બાધક છે તેનાથી છૂટવાની જ પ્રવૃતિ કરવાની છે. જેમ છૂટતો જાય તેમ તેમ આનંદ માણતો જાય. હવે જો આ સ્વભાવ ને સ્વરૂપનો નિશ્ચય ન હોય તો અહીં આવીને શું કરશે? તો અહીં આવીને પંચાત કરશે અને લોકપકાર કરશે.
૨) ઇન્દ્રિય પરિણામઃ આત્મા ઈન્દ્ર છે. તેને ઈન્દ્રિયો વળગી છે. જ્યાં સુધી આત્માને કેવલજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાન કરવામાં ઈન્દ્રિયો અને મનની સહાય લેવી પડશે અર્થાત્ તેની પરાધીનતા ભોગવવી પડે. ઈન્દ્રિયો પુદ્ગલના પરિણામ રૂપ છે તેના કારણે દ્રવ્યેન્દ્રિય મળી તેથી સ્વભાવ ઢંકાયો. પૂર્ણ સ્વભાવ પ્રગટે નહીં ત્યાં સુધી ઈન્દ્રિયોથી જ જાણવાનું છે. આત્માનો સ્વભાવ ૧ સમયમાં લોકાલોકને જાણવાનો છે તેની સામે ઈન્દ્રિયોથી મતિ ને શ્રુત જ્ઞાન થાય તે કેવલજ્ઞાનની સામે અંશ માત્ર છે. તું કેવલી છો ને માત્ર અત્યારે આટલા જ્ઞાનમાં બેઠો છો માટે પ્રભુ ગોતમને કહે છે પ્રમાદ ન કર.
અવધિ-મન:પર્યવ જ્ઞાનનો ઉપયોગ મૂકે તો જ જાણી શકે. મતિ-શ્રુતજ્ઞાન દ્વારા પૂર્ણ જ્ઞાન ન થાય, આંશિક શુધ્ધ જ્ઞાન થાય, પ્રત્યક્ષ જ્ઞાન ન થાય, માત્ર શ્રદ્ધાથી જ સ્વીકારી શકાય અને પૂર્ણતા ન થવી એ આત્માનો પ્રમાદ છે કર્મને પરવશ બન્યા તે જ આત્માની કચાશ. પુરુષાર્થ કોને કરવાનો? ધર્મ કોને કરવાનો? જેનામાં ધર્મની પૂર્ણતા નથી તેને ધર્મ કરવાનો. અધર્મએ જ પ્રમાદ. જ્યાં સુધી કેવલજ્ઞાન પ્રગટ ન થયું ત્યાં સુધી ગૌતમસ્વામીને પણ વીર પરમાત્મા પર પ્રશસ્તરાગ રૂપ પ્રમાદ નડ્યો. પૂર્ણ સ્વભાવ પ્રગટ થાય ત્યારે જ પ્રમાદ જાય. માટે જ આપણને સતત હું કેવલી છું એ વાત યાદ આવવી જ જોઈએ અને એ કર્મોથી ઢંકાઈ ગયો છે તો તેને હવે પ્રગટ કરું તે વાત આપણને જચી જવી જોઈએ. આ વાત જચતી નથી માટે આપણી બધી જ શક્તિઓ આડીઅવળી ફંટાઈ જાય છે. વાત જચી જાય પછી
અજીવ તત્વ | 291
Page #309
--------------------------------------------------------------------------
________________
બાહુબલીની જેમ આત્મા પુરુષાર્થ કરવા મંડી પડશે. આ વાતનો જો વિચાર કરીશું તો આપણને પ્રમાદ પુરુષાર્થ કરવા મંડી પડશે. આ વાતનો જો વિચાર કરીશું તો આપણને પ્રમાદ બરાબર સમજાશે અને સ્વભાવ ને સ્વરૂપનો નિર્ણય થાય તો થશે કે અધધધ આટલો પ્રમાદ હું કરું છું? ને પછી પોતાના આત્મા પર દયાનો પરિણામ આવશેને કરુણાનો ધોધ જે બહાર વરી રહ્યો છે તે પછી આત્મામાં વહેશે.
મોક્ષમાર્ગના પથિક બનવું છે. અનંતની મુસાફરી કરવી છે તો અનંતને સમજ્યા વિના અનંતની મુસાફરી નહીં થઈ શકે. પુદ્ગલની ગતિને રોકવા જેમ કાયાતીત થવાની જરૂર છે, કાઉસ્સગ્નમાં રહેવાનું છે. તેમ ઈન્દ્રિયાતીત થવા માટે ઈન્દ્રિયો દ્વારા જ્ઞાન પરિણામ શુદ્ધ કરવાના છે. જે વર્તમાનમાં મોહના પરિણામ ચાલે છે. તેના કારણે કષાયના પરિણામ ચાલે છે, એ ઈન્દ્રિયને તેના વિષયો પ્રાપ્ત થતા માત્ર શેય બનવાને બદલે વિષયરૂપ બની કષાયની વૃદ્ધિ કરનારા બને અને તે આત્માનો પરિણામ નથી. આ પરિણામ જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી ઈન્દ્રિયોની સહાય લઈને ઈન્દ્ર બનવાને બદલે પુદ્ગલો તરફ આત્માને છોડીને, પુદ્ગલભાવથી પુષ્ટ બની સંસારભ્રમણ વધારે. ઈન્દ્ર એ આત્મા છે જેમ ઈન્દ્રને ૮ પટ્ટરાણી છે તેમ આત્માને પણ પાંચ ગુણ રુપી રમા (ઈન્દ્રાણિઓ) છે. તેમાં નિરંતર રમવાનું છે. સિધ્ધાળમાં રમા નયા સિદ્ધો પાંચ ગુણ રુપી રમા-પત્તીઓમાં સદા રમે છે. આ અપી એવી પાંચ ગુણ પત્નીઓ છે તેને છોડીને, પુદ્ગલને ભોગવવા જવાનું છે? પોતાના ઘરને છોડીને પારકાના ઘરમાં અર્થાત્ વિષયોના ઘરમાં જવાનું? જ્યાં કષાયની પુષ્ટી થાય એટલે સતત આત્માની ભાવ હિંસા થાય.
અર્થે ગુણઠાણું એ આત્માના પોતાના સ્થાનમાં આવવાની શરૂઆત કહેવાય. ત્યાં આવે એટલે આત્માના હિતની રુચિરૂપે શરૂઆત થાય. પર સ્થાનમાં આત્માનું અહિત છે. આપણે આપણા સ્થાનમાં આવ્યા છીએ તેનો નિર્ણય કઈ રીતે થાય? આત્મા સ્વિાયના તમામ સંયોગો-સંબંધોથી જુદા થવાનું મન થાય અને પર ઘરમાં જ જતાં પોતાના ઘરમાં જ એને રહેવું ગમે. ચિનો પરિણામ ફરી જાય એટલે પુગલભોગની રુચિના પરિણામને સ્વગુણોના ભોગમાં ફેરવવો તે જ સમ્યગ્દર્શન. આ ભૂમિકામાં આવીએ પછી જ આગળની ભૂમિકાઓ સફળ બને તે વિના તે સફળ પણ નહીં બને અને તેની માટે જ તત્ત્વના પરિચયની વ્યવસ્થા આજ્ઞા પ્રથમ મૂકી. તેની માટે જીવાદિ નવતત્ત્વને નહીં જાણો ત્યાં સુધી સમ્યકત્વ નહીં પ્રગટે.
292 | નવ તત્ત્વ
Page #310
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન પ્રગટાવવાના મુખ્ય બે માર્ગ: ૧) જગતને સમજવાની બુદ્ધિ છે તો જીવાદિ નવતત્ત્વને સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે સમજો અને તત્ત્વથી જગતનો નિર્ણય કરો.
૨) જો બુદ્ધિ નથી-સમજવાની તાકાત જ નથી તો પછી પરમાત્માની વાતનો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરો. અન્ય કોઈ વિકલ્પ નહીં. બુદ્ધિ નથી તો અહીં પણ બુદ્ધિ ન લગાડે. તો પણ સમ્યકત્વ પ્રગટ થઈ શકે છે. જેને પામવું છે. તેની માટે આ બે જ માર્ગ છે. અચિંત્ય મહિમાવાળું જિનશાસન છે છતાં આપણને કેમ ન ફળ્યું? મોહના શાસનને છોડવું નથી તો જિનશાસન કઈ રીતે ફળે? જેટલા અંશે મોહનો પરિણામ જાય તેટલા અંશે જિનશાસન ફળે. જ્યાં સુધી પોતાના ઘરમાં જ નથી આવ્યા તો સંતોષ શેનો માનવાનો? પહેલા ઘરમાં આવી જવું જોઈએ. સંસારથી છૂટવાનો ભાવ જ ન થતો હોય તો આપણે હજી સ્વઘરમાં નથી. ઘરમાં આવે પછી ચિંતા નથી, પછી આગળ વિકાસ થાય. ભવનો ભય જરૂરી છે. શરીર એ જ ભવ અને એનું જે સુખ તે મહાભય. ન થવાનું થાય તે જ ભવ. શરીર ન થવાનું હતું તે થયું અને સંસારનું સર્જન તેનાથી જ થાય. શરીરમાંથી નીકળવાનું જ મન ન થાય તો ભવ પરિભ્રમણ ચાલુ રહે. કારણભૂત અનુબંધ કર્મ બંધાય અને તે અનુબંધ નતૂટે ત્યાં સુધી લગાતાર પરંપરા ચાલશે. પ્રથમ ઘરમાં જ આવી જવાનો વિચાર કરવાનો છે. શરીર સુખદુઃખનું કારણ નથી પર સુખ-દુઃખનું કારણ મોહ છે. પુલ એ જડ છે અને આત્મા એ જીવ છે. બંને નિર્વિકારી છે છતાં વિકાર ક્યાંથી આવે? આત્મા ભાન ભૂલ્યો અને પુદ્ગલને પકડી લીધો ને તેનામાં તેને સુખની ભ્રાન્તિ થઈ માટે વિકાર આવ્યો.
“પર લક્ષણને દુઃખ કહીએ, નિજ વસતે સુખ લહીએ,
આતમ ઘર આભાએ, નિજ ઘર મંગલમાળ.” સુખ તો મારામાં જ છે, પણ આ નિર્ણય થાય તો. પણ આપણે બધું સુખ પરમાં જ માન્યું છે. જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શન નથી. જ્યાં રુચિનો પરિણામ ત્યાં જ વીર્ય ફોરવાશે. અપૂર્વવર્ય ફોરવવાનું છે. ગ્રંથિભેદ કરવા માટે ત્યાં અકામ નિર્જરા ન બતાવી પણ અપૂર્વ કરણ (અપૂર્વ આત્મ વીર્ય ફોરવવાનું) બતાવ્યું. નદી વોલ પાષાણ ન્યાય તો યથાપ્રવૃત્ત-કરણ વખતે બતાવ્યો. અકામ નિર્જરાથી આત્મા ગ્રંથિદેશે આવે છે. અચરમા વર્તકાળમાં પણ આત્મા ગ્રંથિદેશ સુધી આવે છે. વાણિયો વધુ મેળવવા માટે બુધ્ધિનો ઉપયોગ કરે છે. જે
અજીવ તત્વ | 293
Page #311
--------------------------------------------------------------------------
________________
આત્માએ જિનવાણી સાંભળી, સારી લાગી પણ હવે એને પરિણામ પમાડવાનો પુરુષાર્થ કરે તેને ગુરુ સાક્ષાત્ છે તેને યાદ ન કરવા પડે અને તેમનો વિરહ પણ ન સાલે. ફોટો તો જ્યારે જુઓ ત્યારે દર્શન થાય પણ તત્ત્વના પરિણામ આત્મામાં પરિણમનના પુરુષાર્થમાં-પ્રયત્નમાં હશે ત્યારે ગુરુ સાક્ષ અર્થાત્ ગુરુની કૃપા ધોધ અદશ્ય રીતે વરસશે.
જો આપણે પરમાત્માના શરણમાં ગયા તો આપણને હવે ભય ન જ હોય પણ ભય હોય તો પરમાત્માના શરણે ગયા જ નથી. પરમાત્મા અભયદયાણં છે, ત્યાં ભયને સ્થાન નથી. જિનનું વચન જેવું સ્વીકારો તેવું તેનું પરિણામ આવી જાય તો ગમે તેવા ભયના સ્થાનમાં પણ ચિત્ત સમાધિમાં રહે. અનુક્રમે અભય-દયાણ, ચખુ-મગ્ર-શરણ અને બોધિદયાણ ક્રમ મૂક્યો. એટલે સમ્યગ્દર્શન આવ્યું એટલે આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેગ ને સમ આવે. સમ એટલે સમાધિ સંતોષ જીવદ્રવ્ય ઉપાદેય પણ અજીવની સાથે બેઠેલો છે તેના કારણે કર્મના ઉદયગત તમામ સંયોગો-સંબંધો હેય જ છે. આ નિર્ણય ન થાય તો સમાધિ આપવાની તાકાત કોઈની પણ નથી. કારણ કે સંયોગ છે તે વિયોગના સ્વભાવવાળા હોવાથી જ્યારે વિયોગ થાય ત્યારે અસમાધિ થવાની આથી હેયમાં હેયનો નિર્ણય જરૂરી અર્થાત્ જે છોડવા યોગ્ય જ છે તે મારે છોડવા જ જોઈએ. આપણે છોડીએ કે ન છોડીએ તે છૂટી જ જવાના છે. ભગવાનની આજ્ઞા ન માનવી એના જેવી કોઈ બીજી ભૂલ નથી.
જે ભગવાનની આજ્ઞા માને તેને ગમે તેવી પરિસ્થિતિમાં સમાધિ મળ્યા વગર ન રહે. તમને સમાધિ જોઈએ છે કે સાતા? તેનો પ્રથમ નિર્ણય કરો. જેને સમાધિ જોઈતી હોય તે ઉપાય સ્વીકારવા તૈયાર કેમ ન થાય? થાય જ. પણ આપણા અનાદિથી સાતાથી ટેવાઈ ગયા છીએ, એ હેય નથી લાગતી. તમામ પર પધાર્યા જીવ માટે હેય છે એમ સર્વજ્ઞ પરમાત્માએ જોયું માટે તેમણે તેને હેય કહ્યા. પરમાત્માની મહાકરુણા આપણને એ કહી રહી છે કે “હેયને માની લે ને તેનાથી જે ભયંકર પીડા પામી રહ્યો છે તેનાથી તું છૂટ.” આ વાત આપણે નહીં માનીએ તયાં સુધી મિથ્યાત્વ જ છે. જ્યાં સંસાર સુખનો રાગ છે ત્યાં અપૂર્વદ્વિષનો પરિણામ લાવવાનો છે. અપ્રશસ્ત રાગને પ્રશસ્તમાં ફેરવવાનો છે. સંસારનો આખો રાગ ઉઠાડીને પંચપરમેષ્ટિ પર લાવવાનો છે. જરૂર પડે તેની માટે બધું જ ફના કરવા તૈયાર. માટે જ પ્રથમ પ્રીતિ અનુષ્ઠાન મૂક્યું.
294 | નવ તત્ત્વ
Page #312
--------------------------------------------------------------------------
________________
કર્મના ઉદયથી કષાયને વશ થયેલા આત્માના શુદ્ધ પરિણામો અશુદ્ધ રૂપે પરિણમે છે. માત્ર ઊર્ધ્વગતિ કરવાવાળો આત્મા જ્યાં સુધી કર્મનાં સંયોગરૂપે પુદ્ગલમય અવસ્થાને ધારણ કરે ત્યાં સુધી તે સંપૂર્ણ સદા માટે ઊર્ધ્વગતિ કરી શકે નહીં પણ ત્યાં સુધી પુદ્ગલ પ્રમાણે જ તેને ગતિ કરવી પડે. તે રીતે ઈન્દ્રિયાતીત એવો આત્મા જ્યાં સુધી મોહને આધીન છે ત્યાં સુધી જ્ઞાન પૂર્ણ શુદ્ધ ન થાય અને તે જ્ઞાનને પણ તેને વ્યક્ત કરવા સાધનની જરૂર પડે. કર્મના ઉદયથી સાધનરૂપે મળેલી ઈન્દ્રિયો અને મન વડે જ્ઞાનનો વ્યાપાર થાય. સંપૂર્ણ મોહનાશ થાય પછી જ્ઞાન પૂર્ણ નિરાવરણ થાય પછી આત્માના પ્રદેશોમાં શક્તિરૂપે રહેલ જ્ઞાન જે પૂર્ણ શુદ્ધ થઈ ગયું છે તેનો વ્યાપાર કરવામાં કોઈ સાધનની જરૂર પડે નહીં. માત્ર બીજાને જણાવવા વચન પ્રયોગ જરૂરી આત્માના પ્રદેશમાં રહીને જ્ઞાન સર્વ શેયને જાણી લે છે. જ્ઞાન અને નિર્મળ આનંદને અશુદ્ધ કરનાર કષાય પરિણામ છે.
વિશેષ નોંઘ: આત્માના કર્મકૃત ૧૦ મિશ્ર પરિણામોમાંથી માત્ર ગતિ અને ઈન્દ્રિય પરિણામ સુધી વિસ્તારપૂર્વક વાચના અપાઈ છે. બાકીના પરિણામોની વાચના હજ અપાઈ નથી તેથી આગળના ૮ મિશ્ર પરિણામ અને ૧૦ શુદ્ધ પરિણામોનો વિસ્તાર બાકી છે. (વિષય અધૂરો ન રહે માટે મૂળપ્રદાર્થની માહિતીરૂપ ૮ મિશ્ર અને
૧૦ શુદ્ધ પરિણામો ટૂંકમાં જણાવ્યા છે.)
૩) કષાય પરિણામ : કષતિ હિંસા, શુદ્ધ સ્વભાવે આત્મા અહિંસારૂપ છે. માટે અહિંસા પરમો ધમ કહેવાય. અપ્પા હિંસા થવા ક્રોધાદિ કષાય એ જ હિંસા પરિણામ છે અર્થાત્ તે આત્માના આનંદ (પ્રસન્નતા) રૂપ પરિણામને હણનાર છે. અર્થાત્ આત્મામાં આનંદાદિને બદલે કલુષિતતા (લાગણી), વ્યાકુળતા, સંતાપ, અશાંતિ, અસમાધિ, અતૃપ્તિ, તૃષ્ણા, અસંતોષાદિ લાગણી રૂપ વિભાવ પરિણામો પ્રગટ થાય તે બે રીતે જીવ અનુભવે. (૧) બાહ્ય પાંચે ઈન્દ્રિય વડે-વિષયના સેવન-આસક્તિ વડે આત્માના શુદ્ધ આનંદ પરિણામને બદલે કષાય પરિણામ અનુભવે અને (૨) બીજી રીતે માનસિક પીડા રૂપે અનુભવે. અપમાનાદિ થવા વડે માનકષાય વશ થવા
અજીવ તત્ત્વ | 295
Page #313
--------------------------------------------------------------------------
________________
રૂપ મનમાં સંતાપ અનુભવે. ઈષ્ટ વ્યકિત કે વિષયોના વિયોગરૂપ આર્તધ્યાનરૂપ સંતાપ અનુભવે અને કષાય પરિણામની વૃદ્ધિ થતાં રૌદ્રધ્યાન થવા વડે સ્વ કે પરની હિંસાદિ કરવાના અધ્યવસાયરૂપ તીવ્ર માનસિક પીડા અનુભવે. ક્રોધાદિ ૪ કષાયો ચારે જુદી-જુદી લાગણીરૂપે છે.
૧) દોધ કષાય: અપ્રીતિની લાગણીરૂપ. ૨) માન કષાયઃ પર સંયોગથી પોતાનો ઉત્કર્ષ કરવારૂપ. ૩) માયા કષાય: સત્ય છૂપાવવા, અને ન હોય તે રીતે દેખાવવારૂપ. ૪) લોભ કષાયઃ પર વસ્તુ સંગ્રહ, આસક્તિ પરિણામ અર્થાત્ ન છોડવારૂપ.
આ ચારે કષાયો લાગણીરૂપે હોય છે અને એ કષાયના લાગણી પરિણામો તરતમતા યોગે દરેક કષાયના ૪-૪ ભેદ તેમ ૧૬ ભેદો છે.
ક્રોધ - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન. માન - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન. માયા – અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન લોભ – અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન. આ ૧૬ કષાય થયા. તે દરેક કષાયના ૧૬-૧૬ ભેદ કરતા કુલ ૬૪ ભેદ થાય. ૧) અનંતાનુબંધી-અનંતાનુબંધી ૯) પ્રત્યાખ્યાની-અનંતાનુબંધી ર) અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાની ૧૦) પ્રત્યાખ્યાન-અપ્રત્યાખ્યાની ૩) અનંતાનુબંધી-પ્રત્યાખ્યાની ૧૧) પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની ૪) અનંતાનુબંધી-સંજવલન ૧૨) પ્રત્યાખ્યાની-સંજવલન ૫) અપ્રત્યાખ્યાની-અનંતાનુબંધી ૧૩) સંજવલન-અનંતાનુબંધી ૬) અપ્રત્યાખ્યાન-અપ્રત્યાખ્યાની ૧૪) સંજવલન-અપ્રત્યાખ્યાની ૭) અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની ૧૫) સંજવલન-પ્રત્યાખ્યાની ૮) અપ્રત્યાખ્યાની-સંજવલન ૧૬) સંજવલન-સંજવલન
આ ૧૬ ભેદ ક્રોધ કષાયના થયા. તે જ રીતે માન, માયા અને લોભના ૧૬ રીતે કષાય ગણતા કુલ ૬૪ ભેદ રૂપે લાગણીઓ થાય છે.
આમ આત્માનો જે સહજ શુદ્ધ સ્વભાવ (વીતરાગ) તે કષાયના તરતમતા યોગે અનેક પ્રકારે વિભાવરૂપે પ્રગટ થઈ આત્માના આનંદના ભોક્તા સ્વભાવને 296 | નવ તત્ત્વ
Page #314
--------------------------------------------------------------------------
________________
બદલે ક્લેશરૂપ દુઃખનો ભાગી બને છે. અર્થાત્ આત્માના વીતરાગ સ્વભાવરૂપ ગુણ દબાય, હિંસારૂપ સ્વભાવ પ્રગટ થાય. જેટલા અંશે કષાય પરિણામો અટકે તેટલી ભાવહિંસા અટકે.
» અનંતાનુબંધી કષાયથી આત્મા અટકે તો સંતોષરૂપ શમ પરિણામ પ્રગટે. » અપ્રત્યાખ્યાની-કષાયથી આત્મા અટકે તો દેશવિરતિ રૂપ (પરસંયોગ
ત્યાગરૂપ દેશચારિત્ર ગુણ પ્રગટે.) » પ્રત્યાખ્યાન કષાયથી આત્મા અટકે તો સર્વવિરતિ રૂપ ચારિત્ર પરિણામ
પ્રગટે અર્થાત્ સર્વસંયોગ સંબંધથી છુટવારૂપ અને નિરાળા થવા રૂપ ચારિત્ર
પરિણામ પ્રગટે. » સંજવલન કષાયથી આત્મા અટકે તો વીતરાગ સ્વભાવ પ્રગટે.
જ્યાં સુધી કષાયો હોય ત્યાં સુધી ભાવ લેશ્યા પણ હોય તેથી હવે ૪થો લેશ્યા પરિણામ.
૪) યા પરિણામ : લેશ્યા પરિણામ પણ લાગણીરૂપ, આત્માના વીતરાગ સ્વભાવને રોકનાર છે. લેશ્યા, કષાય પરિણામની વૃદ્ધિમાં સહાયક છે. જેમ અગ્નિમાં ઘી નાખતાં તે વધુ પ્રજ્જવલિત બને તેમ વેશ્યા-કષાયમાં વૃદ્ધિનું કારણ બને.
તિર્થતે પ્રાળ મેળો યયા સા નૈયા - ભિન્ ધાતુ પરથી શ્રેષ્ઠT (સંબંધ થવાના અર્થમાં) જીવ જેના વડે કર્મ બાંધે અર્થાત્ જેવા જેની સાથે સંબંધવાળો થાય તે વેશ્યા.
કર્મ પ્રકૃતિનાં નિષ્પન્દનભૂત- કૃષ્ણાદિ ૬ વર્ગણાવાળા દ્રવ્યોના સહાયવાળા જીવના શુભ-અશુભ પરિણામ વિશેષ લેશ્યા.
કર્મગ્રંથના મતે ઃ લેશ્યા પણ એક જાતના કષાય પરિણામો છે કષાયોના કર્મપુદ્ગલોમાં ભળેલા શ્યામ આદિ વર્ણોના જે કર્મપુદ્ગલો તે દ્રવ્યલેશ્યા કહેવાય. લેશ્યાઓ કષાયની અર્નભૂત થઈ કષાયોની પુષ્ટિ કરનારી હોય તેથી રસબંધના
અજીવ તત્વ | 297
Page #315
--------------------------------------------------------------------------
________________
હેતુભૂત પણ સ્થિતિની હેતુભૂત નથી. જેટલા પ્રમાણમાં કષાયોનો સદ્ભાવ હોય તેટલા પ્રમાણમાં દ્રવ્ય-લેશ્યાને સહાયભૂત થાય.
યોગ હોય ત્યાં સુધી દ્રવ્ય-લેશ્યા અવશ્ય હોય આથી કેવલીઓને દ્રવ્ય શુકલેશ્યા અવશ્ય હોય પણ ભાવલેશ્યા હોતી નથી. આથી જ તેઓ હવે વીતરાગ કહેવાય છે. કષાયના ઉદયમાં લેગ્યા ટેકારૂપ છે અને કષાયની વૃદ્ધિમાં સહાયરૂપ છે. લેવાથી કષાયમાં તીવ્રતા થવાથી તે રસબંધમાં કારણ બને છે.
જ્યાં સુધી જીવ પોતાની સત્તાગત શુદ્ધ-સિદ્ધ અવસ્થા પ્રગટન કરે ત્યાં સુધી તે સંસારી કહેવાય. આત્માની શુદ્ધ સ્વતંત્રતા સિવાયની જે કાંઈ પર અવસ્થાનો સંબંધ જીવ સાથે થાય તે સંબંધરૂપ અવસ્થા તે સંસાર કહેવાય. આવા સંયોગરૂપ અનેક સંબંધ અવસ્થા જીવને વળગેલી છે એને કારણે જીવ પોતાની પૂર્ણ અવ્યાબાધ પીડા રહિત સુખ અવસ્થાને પ્રાપ્ત કરી શકતો નથી. તેથી દ્રવ્ય-ભાવ લેવાનો સંયોગને પણ આત્માની સંસાર અવસ્થા છે. તો તેમાંથી મુક્ત થવાનું લક્ષ જોઈએ તેમજ તેનું યથાર્થ જ્ઞાન પણ જરૂરી અને તે માટે સર્વજ્ઞ તત્વના શરણની મસલું આત્માને જરૂર.
લેવા એ શું છે? લેશ્યા એ પણ પુદ્ગલ દ્રવ્ય સંયોગ છે. લેશ્વાના પુદગલો ક્યાં રહેલાં છે?
આહાર ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો અને તેજસ ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલોના વચ્ચે લેશ્યાના પુદ્ગલો રહેલાં છે. તે પુદ્ગલો કૃષ્ણ-નીલ-કાપોતતેજો-પા-શુકલ લેશ્યાવાળા-અનંતા અનંત વર્ગણા રૂપે ૧૪ રાજલોકમાં ઠાંસીઠાંસીને ભરેલા છે. તેમાંથી કષાય અને યોગને વશ થયેલા જીવને જે જે લેગ્યાના પુગલોની જરૂર પડે તે તે વર્ગણાના પુલોને ગ્રહણ કરી તે રૂપે પરિણમે.
લેવાના પગલોની જીવ પર શું અસર થાય છે?
તે જીવનાવિચાર, વાણી, વર્તન,પ્રવૃત્તિરૂપબાહ્ય જગત ચેતનાને પ્રભાવિત કરે છે અને આંતરિક ભાવોની મલિનતા, પવિત્રતાની તરતમતા સૂચક છે. સંકલેશ તથા યોગાનુગત જ છે. જ્યારે ભાવલેશ્યા વર્ણાદિ રહિત જીવનાં શુભાશુભ પરિણામરૂપ છે.
298 | નવ તત્ત્વ
Page #316
--------------------------------------------------------------------------
________________
છ લેવાનું સ્વરૂપ
લેરિયા| વર્ણ | ગંધ | રસ
સ્પર્શ કૃષ્ણ |
ખંજન પક્ષી ગાયના લીમડો, કડવી | કરવતથી લેશ્યા | અંજન (મસી) મડદાથી તુંબડીના રસથી | અનંતગણી
અનંતગણી અનંતગણું નીલ | મયુર, કપોતના કૂતરાના પિપર-આદુ | ગાયના જીભથી લેશ્યા કંઠ જેવો મડદાથી મરચા જેવું
અનંતગણું કર્કશ
અનંતગણી ૩. | કાપોત | કંટક વૃક્ષ કોયલ, મરેલા સર્પથી કાચા બીજોરુ | સાગ વૃક્ષથી લેશ્યા | પારેવાની ગ્રીવા |
કોળ, ફણસ | અનંતગણું કર્કશ સમાન
આંમળા જેવું તેજો ઉગતા સૂર્ય, | સુગંધી પુષ્પથી | પાકેલા આમ્રફળ | શિરીષ પુષ્પથી લેશ્યા પરવાળાના રંગ અધિક | જેવું અનંતગણું
જેવો પદ્મ | ચંપાકરણના | તેજલેશ્યાથી | દ્રાક્ષ, ખજૂર દારૂ | તેજોલેશ્યાથી લેશ્યા પુષ્પજેવો | અધિક શુભગંધ |
અધિક કોમળ શુકલ | કંદ, દહીં સમુદ્રના પાથી અધિક | સાકર, ગોળ, | પદ્મ લેગ્યાથી લેશ્યા | ફીણ જેવો
ગંધ | આ
ખાંડ, શેરડીના | અધિક કોમળ
છોકરીની રસ જેવું | સ્પર્શ
અનંતગણી
દેવ-નારકને દ્રવ્ય લેગ્યા અવસ્થિત (સ્થિર) હોય પણ ભાવલેશ્યા પરાવર્તન પામે તેથી તેમને ભાવોમાં તરતમતા-ફેરફાર થયા કરે. આગંતુક નીલલેશ્યા પ્રમાણે અવસ્થિત, કૃષ્ણ લેશ્યા વર્ણાદિ પામતી નથી પણ આકારરૂપ માત્ર હોય છે. જેમ અરિસામાં દ્રવ્યનો આકાર માત્ર રૂપ પરિણામ પામે પણ પોતાનું સ્વરૂપ છોડે નહીં. દ્રવ્યલેશ્યા અનંતવર્ગણારૂપ, અનંત-પ્રદેશી અને અસંખ્ય-પ્રદેશ અવગાહનવાળી હોય છે. અધ્યવસાય સ્થાનો અસંખ્ય, લેગ્યા સ્થાનો પણ અસંખ્યાત પ્રદેશરૂપ છે. કાળની અપેક્ષાએ અસંખ્ય લોકાકાશ પ્રમાણ, કાળચક્રોના સમય પ્રમાણ..
૧) કૃષ્ણાદિ લેશયાના પરિણામો: પંચાશ્રવ સેવનાર, ષટ્કાય જીવ નાશક, આરંભ-સમારંભના તીવ્ર પરિણામ, સર્વ જીવોને અપ્રિય, પરલોકનો ભય ન હોય.
અજીવ તત્વ | 299
Page #317
--------------------------------------------------------------------------
________________
૨) નીલ લેયાના પરિણામો ઃ ઈર્ષાળુ, અવર્ણવાદી, અત્યંત કદાગ્રહી, તપ આચાર રહિત, વિષય-લંપટ, શાતાદિ ગારવવાળો, અહિતમાં તત્પર.
૩) કાપોત લેયાના પરિણામો વાંકુ બોલવું, કપટ, સ્વદોષ ઢાંકવા, બીજાને વાણીથી દુભાવવા, અન્યની સંપત્તિ માટે પાપ વ્યાપાર કરવા.
૪) તેજોલેસ્થાના પરિણામો : માનાદિ કષાયની તીવ્રતા ન હોય, કુતૂહલ કૌતુક રહિત, ઈંદ્રિય દમન, ચપળતા રહિત, ધર્મશાસ્ત્ર શ્રવણ, સ્વાધ્યાય, રુચિ, મોક્ષની ઈચ્છા હોય.
૫) પલેક્ષાના પરિણામો રાગદ્વેષની ઉપશમતા, ઈંદ્રિયમનનું દમન, દયાદિ પરિણામ, ત્રણ યોગોનું શુભમાં પ્રવર્તન, અલ્પ પાપ પ્રવૃત્તિ, જિતેન્દ્રિયપણું હોય.
૬) શુકલલેયાના પરિણામો : આર્તિ રૌદ્ર ધ્યાનનો અભાવ, ધર્મધ્યાન, શુકલધ્યાન હોય, રાગ-દ્વેષની ઉપશમતા, સમિતિ ગુમિ યુક્ત.
આમ લેગ્યાના આધારે જીવમાં ભાવોની વિવિધતા તથા તરતમતા પ્રગટ થાય છે. (લેયા ફરે તેમ ભાવો ફરે.)
૧) લેયા એ જીવની ભાવનારૂપ છે. ચેતનાની લેગ્યા સહિતની એક અવસ્થા તે ભાવના છે. તે જીવના તેજસ-કાશ્મણ શરીરને સક્રિય બનાવે છે. તે સક્રિય બનતાં તેમાંથી જ તૈજસ કિરણોનું પ્રસારણ થાય તે આભામંડલ છે.
૨) આભામંડળનું વિજ્ઞાન દ્વારા પુરવાર : એક ડોક્ટરે સંવેદનશીલ કેમેરા દ્વારા દંપતિનો ફોટો લીધો તથા એક છોડનાં તરત તોડેલા પાંદડાની ફિલ્મ લીધી તેમાં ચારે બાજુ આભામંડળ દેખાય. ૧૦ કલાક પછી આભામંડલ ન દેખાય.
૩) દરેક વ્યક્તિની ભાવનાનુસારે તેના શરીરની ૩/૪ ફૂટ સુધી આભામંડલ ફેલાય. અત્યંતર વૃત્તિના આધારે શુભ-અશુભ પુદ્ગલોનું આભામંડલ રચાય.
૪) ડૉ. ભાભા અણુસંસ્થાનું સંશોધન : શ્રીમંતો દાનાદિ પ્રવૃત્તિ કરવા છતાં તેઓની આભામંડલ શ્યામ વર્ણવાળી અને ઓછી બુદ્ધિ, ભદ્રિક, પરિણામ, ગમાર જેવા લાગતા પણ જે ધર્મશ્રદ્ધા-નિષ્કષાય, સદાચારી, ઈશ્વરભક્ત, સેવાપરાયણની આભામંડળ ઉજ્જવળ પ્રકાશિત અણુ સમૂહવાળી જોઈ.
૫) પરોપકારીનું આભામંડલનું તેજ ઉજળું.
300 | નવ તત્ત્વ
Page #318
--------------------------------------------------------------------------
________________
શબ્દો જ્યાં અરત થાય, અનુભવનો ત્યાં ઉદય થાય, ‘પૂઢીવો ભવ'
Page #319
--------------------------------------------------------------------------
________________
૬) ઈષ્યવાન, દ્વેષીનું આભામંડલ મેઘ જેવું શ્યામ. ૭) ક્રોધી માનવીનું તેજ ઘેરા લાલ રંગવાળું કષાય સમુદ્યત વખતે જોવા મળે. ૮) વિદ્વાન બુદ્ધિવાનનું તેજ પીળું તેથી આચાર્યશ્રીનો રંગ પીળો. ૯) કપટ સ્વભાવવાળાનું તેજ ઘેરા રંગનું ૧૦) ઉત્કૃષ્ટ આભામંડલ તીર્થંકર પરમાત્માને હોય.
જીવની ભાવના, લેગ્યાની શુદ્ધતા અને અશુદ્ધતાના આધારે પ્રસારિત કિરણોની આભામંડલની સ્વચ્છતા અને મલિનતા બની રહે છે. तच्चित्त, तत्मना, तल्लेश्या, तत् तध्यवसाय
(અનુયોગ) ચિત્ત-મન-લેશ્યા અને અધ્યવસાય જુદા જુદા છે.
સામાન્ય વસ્તુનો ખ્યાલ (બોધ) તે અધ્યવસાય. તેને અનુરૂપ સંસ્કારો પ્રમાણે રાગ-દ્વેષની ભાવના પ્રગટવી તે લેશ્યા. ભાવના પ્રમાણે અનુકૂળ કે પ્રતિકૂળના સંરક્ષણ માટે ચિત્ત શક્તિ અને બુદ્ધિ શક્તિ અનુસાર ચિંતન રૂપ કલ્પના તે મન.
મનની કલ્પના પ્રમાણે જ્ઞાનતંતુઓ દ્વારા મગજને સંદેશો મળે છે. મગજ દ્વારા ક્રિયાવાહી અવયવો સક્રિય બને છે. એટલે અધ્યવસાય. વેશ્યા, ચિત્ત અનુરૂપ મનવચન-કાયાની પ્રવૃત્તિ સતત ચાલ્યા કરે છે.
ભાવતંત્ર એટલે લેવા : જ્ઞાનતંત્ર અને ચિત્તતંત્ર અધ્યવસાયથી ભાવની વિશુદ્ધિ અને ભાવથી વ્યવહારની વિશુદ્ધિ થાય.
ભાવથી વિચાર અને વિચારથી ક્રિયા છે. ક્રિયા સ્કૂલ છે. ક્રિયાથી વિચારસૂક્ષ્મ, વિચારથી ભાવ સૂક્ષ્મ છે. વિચાર, ક્રિયા, શારીરિક અવયવો (સ્નાયુ) ના માધ્યમથી થાય ભાવ તો લેશ્યાની પ્રવૃત્તિ રૂપ છે. સંસારી જીવોને મમતાના કારણે લેશ્યા કિલષ્ટ બને અને અધ્યાત્મી આત્માને પ્રમાદને કારણે લેશ્યા કિલષ્ટ બને છે. લેશ્યાના પ્રવર્તનમાં તૈજસ અને કાર્મણ શરીર મુખ્ય ભાગ ભજવે છે. તેથી બીજા ભવમાં પણ લેશ્યા સાથે હોય છે. લેશ્યા અને અનુબંધનો સંબંધ:
લેશ્યા એ અનુબંધની બીજી શક્તિ રૂપે, સુષુપ્ત અવસ્થારૂપે, જીવમાં પડી હોય 302 | નવ તત્ત્વ
Page #320
--------------------------------------------------------------------------
________________
તેનો નાશ ન થાય તો તે સંસારી જીવને સંસારમાં પરિભ્રમણ કરાવે છે.
જીવ સાથે કર્મના બંધ સમયે, પ્રત્યેક જીવમાં વર્તતી આંતરિક વૃત્તિ ભાવના લેશ્યાની પ્રગાઢતાના કારણે પુનઃ જીવમાં સર્જાય, તે સર્જાતા વેશ્યાના સંસ્કારોને “અનુબંધ' કહેવાય છે. જો અનુબંધ નાશ ન પામે તો કર્મના વિપાકકાળે પૂર્વકર્મ નિર્જરી જાય અને પૂર્વ ઉપાર્જિત અનુબંધથી નવા કર્મોનો બંધ થવા વડેકની પરંપરા ચાલુ રહે. નવા નવા કર્મોની પરંપરાને ચાલુ રાખવાને કારણે તે બીજશક્તિને અનુબંધ કહે છે.
કર્મ નિર્જરા વખતે પરિણામ શુભ હોય, અધ્યવસાય પ્રશસ્ત હોય અને લેગ્યા વિશુદ્ધમાન હોય. આયુષ્ય બાંધતી વખતે જે લેગ્યા હોય તે જ પરલોકમાં જતાં ઉદયમાં આવે. કોઈ પણ લેશ્યાના પ્રથમ કે અંતિમ સમયની પરિણતિમાં જીવ પરલોકમાં ન જાય, પણ અંતર્મુહુર્ત કાળ બાકી રહે ત્યારે જ તે પરલોકમાં જાય.
ગર્ભસ્થ જીવ ગર્ભમાં જ મૃત્યુ પામી નરકમાં જાય તો તે નરકની લેગ્યામાં મરે અને તે જ લેગ્યામાં ઉત્પન્ન થાય.
શ્રેણિગત જીવ સિવાય લેશ્યા અંતર્મુહુર્તે બદલાયા કરે. દેવ-નરકમાં દ્રવ્ય લેશ્યા નિયત હોય તે પરિણામ પામતી નથી. માત્ર દર્પણ પ્રતિબિંબ આકાર રૂપે પડે છે. તેથી ૭મી નરકમાં પણ સમકિતની પ્રાપ્તિ થાય. ભાવ લેશ્યાઓ છ હોય. મંદ પરિણામી કૃષ્ણાદિ લેશ્યા આવે તો પણ દેશ કે સર્વવિરતિનું ખંડન થતું નથી તે અપેક્ષાએ કૃષ્ણાદિ ૩ લેશ્યાઓ ૬એ ગુણ સ્થાનક સુધી હોઈ શકે પણ તીવ્રતા આવી જાય તો પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ પ્રથમ ગુણસ્થાનકે આવે.
પ્રસન્નચંદ્ર રાજર્ષિને છ એ લેયા: શકલ લેયાઃ જ્યારે ધ્યાનમાં (કાઉસ્સગ્નમાં) હતા ત્યારે સમતા. પધ લેવા દુર્મુખના વચન સાંભળી ક્ષોભ થયે ધ્યાન છૂટયું, જિતેન્દ્રિયપણું ગયું. તેજો લેચ્છા પુત્ર પર મમતા આવી પણ ધર્મમાં સ્થિર. કાપોત લેશયા: મારા સાધુપણામાં દુશ્મને લાભ લીધો. નીલ લેસ્થા: મારું રાજ્ય-મારા પુત્રને બચાવું-સંસાર આસકિત. કૃષ્ણ લેયા: શત્રુઓનો નાશ કરું. ત્યારે ૭મી નરકનાં દળિયાં એકઠા ક્ય.
અજીવ તત્વ | 303
Page #321
--------------------------------------------------------------------------
________________
કોને કઈ લેયા હોય?
પ્રથમ ત્રણ અશુભ લેગ્યા. (કૃષ્ણ-નીલ-કાપોત)-મિથ્યાત્વ ગુણથી અવિરત સમ્ય દષ્ટિ સુધી હોય. (મતાંતર અપ્રમત્ત સુધી)
અગ્નિ-વાયુકામાં પ્રથમની ત્રણ લેશ્યા હોય.
બાદર પૃથ્વી, અ અને વનસ્પતિકાયમાં પ્રથમની ત્રણ દ્રવ્ય અને ભાવ લેગ્યા હોય અને અપર્યાપ્ત અવસ્થામાં તેજોલેશ્યા (દેવગતિમાંથી આવેલાને) દ્રવ્ય લેશ્યા હોય.
ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ દેવલોકમાં પ્રથમની ચાર દ્રવ્ય અને ભાવ લેશ્યા હોય. પરાવર્તન ક્રમે ૬એ આવી શકે. (જ્યોતિષને માત્રદ્રવ્ય અને ભાવ તેજો લેશ્યા ૬એ હોય.)
સૌધર્મ-ઈશાનમાં-દ્રવ્યથી તેજો વેશ્યા અને ભાવ લેશ્યા છએ હોય.
સનતકુમાર દેવલોકમાં કેટલાકને પદ્મલેશ્યા અને કેટલાકને શુકલ લેગ્યા હોય. લાંતકથી (૬ઠ્ઠા દેવલોકથી) ૯મા ગ્રેવયેક સુધી શુકલ લેશ્યા અને પ અનુત્તરમાં પરમ શુકલ હોય.
સર્વ દેવોને ભાવ લેશ્યા છએ હોય: દેવ-નારકોને પૂર્વભવના શેષ અંતર્મુર્તિથી પ્રારંભી આવતા ભવમાં પ્રથમ અંતર્મુહૂર્ત સુધી દ્રવ્ય-લેશ્યા હોય છે. ૧) રત્નપ્રભા પૃથ્વીના નારકોને - કાપોત લેશ્યા ૨) શર્કરા પ્રભા પૃથ્વીના નારકોને - કાપોત લેશ્યા ૩) વાલુકાપ્રભા પૃથ્વીના નારકોને - કાપોત-નીલ લેડ્યા ૪) પંકપ્રભા પૃથ્વીના નારકોને – નીલ ગ્લેશ્યા ૫) ધૂમપ્રભા પૃથ્વીના નારકોને – નીલ-કૃષ્ણ લેશ્યા. ૬) તમઃપ્રભા પૃથ્વીના નારકોને - કૃષ્ણ લેશ્યા ૭) તમતમા પ્રભા પૃથ્વીના નારકોને – પરમ કૃષ્ણ લેશ્યા હોય. સર્વ નારકોને ભાવ લેશ્યા છએ હોય. કોઈ જીવ સમકિત પામે ત્યારે તેજો લેશ્યા હોય.
304 નવ તત્ત્વ
Page #322
--------------------------------------------------------------------------
________________
અસંખ્ય વર્ષવાળા મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિયને ૪ લેડ્યા હોય. (દ્રવ્ય-ભાવ)
સંમૂર્છાિમ મનુષ્યો તથા સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચોને પ્રથમ ત્રણ અશુભ લેશ્યા હોય.
ગર્ભજ મનુષ્ય સંખ્યાત વર્ષવાળાને ૬ લેશ્યા હોય તથા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચને પાંચ લેયા હોય (શુકલ નહીં.)
તેજોલેશ્યા ૩ રીતે પ્રાપ્ત થાય (પન્નવણાના આધારે) ૧) આતાપનાથી ર) શાંતિ-ક્ષમા (ક્રોધના નિગ્રહથી) ૩) તપથી. દેવો પણ તેજોલેશ્યા છોડી શકે. છોડેલા પુદ્ગલો અચિત્ત હોય. ઈશાને બલિચંચા રાજધાની તરફ દષ્ટિ કરી, રાજધાની અંગારા જેવી થઈ ગઈ. લેશ્યાથી આત્મિક-શારીરિક લાભ?
દુર્ગતિથી બચવા અને આત્મિક લાભ માટે લેશ્વાના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. અશુભ લેશ્યાઓથી બચવા કષાયો શાંત પડે (પાંડે) તેથી આત્મ ધ્યાનરમણતા સહજ થાય, રોગો પણ નાશ પામે, માનસિક શાંતિ થાય.
વૈજ્ઞાનિકોએ શોધ કરી છે મનુષ્યને રોગ ઉત્પન્ન થાય તેના ત્રણ મહિના પૂર્વે શરીર પર તેનું આભામંડળ ઉતરે છે. ધીમે ધીમે તેની અસર સ્થૂલ દેહમાં દેખાય, દેવોને આયુષ્યના છ મહિના પૂર્વે શરીરની ક્રાંતિ-તેજ ક્ષીણ થવા માંડે.
આ શરીરમાં રહેલી ગ્રંથિઓ ભય, કલેશ, ઈર્ષા, દ્વેષાદિથી વિકૃત બને છે. જ્યારે મનમાં અનિયત (અશુભ) ભાવના જન્મ (લેશ્યા, ત્યારે એડ્રીનલ ગ્લેન્ડગ્રંથિને જોરથી કામ કરવું પડે તેથી તે થાકી જાય છે ત્યારે આપણામાં આવેગ અને અશુભ સંસ્કારો જાગે છે. ત્યારે ગ્રંથિઓ પર ઘણો ભાર પડે છે અને અનેક અનર્થો સર્જાય છે.
૫) યોગ પરિણામ: મોક્ષે યોનનાર્ યો યુક્યો તિ યોગા = જોડાવું.
આત્મા સત્તાએ શુદ્ધ એવો અયોગી છે. પુદ્ગલના યોગથી રહિત છે પણ અનાદિથી આત્મા કર્માદિ પુદ્ગલની સાથે જોડાયેલો એવો તે સંસાર યોગરૂપ બની ગયો છે. અર્થાત્ સંસારી જીવને કર્યગ્રહણ રૂપ યોગ દ્વારા વિભાવ સ્વરૂ૫/સ્વભાવ
અજીવ તત્ત્વ | 305
Page #323
--------------------------------------------------------------------------
________________
અવસ્થારૂપ ઉપદ્રવ વળગ્યો છે. તેનાથી સંપૂર્ણ રહિત આ આત્માની શુદ્ધ અવસ્થાને શિવ કહેવાય છે. જ્યાં કોઈપણ પ્રકારના સંયોગ ને ઉપદ્રવ નથી એવી સિદ્ધાવસ્થા
જ્યાં આત્મા પરમાત્માને અભેદે, ક્યાં નહીં જડનો યોગ, માત્ર શુદ્ધ સ્વરૂપથી, અરૂપી, અક્ષય એવા અસંખ્ય આત્મપ્રદેશો અને તેમાં રહેલાં અનંત જ્ઞાનાદિ ગુણો તે આત્માની સાથે અભેદભાવે રહેલાં છે.
હવે અનાદિથી આત્માનો કર્માદિ વર્ગણા ગ્રહણ કરવા રૂપ જે વીર્ય વ્યાપાર તે સંસારયોગ પરિણામ. આત્મા વિભાવ પરિણામને પામેલો છે તો તે વિભાવ પરિણામ આશ્રવરૂપ છે તે વર્તમાનમાં સંસારી જીવોને ત્રણ યોગ રૂપે થઈ રહ્યો છે. આત્મવીર્ય જ્યારે કાર્મણ-તૈજસ-દારિક કે વૈક્રિય વર્ગણાને કાયારૂપે પ્રવર્તાવ ત્યારે કાયયોગ રૂપ આશ્રવ અને જ્યારે ભાષા વર્ગણા ગ્રહણ કરવા આત્મવીર્યનો વ્યાપાર વચનયોગ રૂપ કરે ત્યારે વચનયોગરૂપ આશ્રવ થાય છે અને મનોવર્ગણાને ગ્રહણ કરવા વીર્ય-વ્યાપાર મનોયોગ રૂપ પરિણમે ત્યારે મનોયોગ રૂપ આશ્રવ બને. આમ પુદ્ગલરૂપ મન-વચન-કાય યોગરૂપ આશ્રવ વડે-સંસાર સર્જનનું કાર્ય અનાદિથી ચાલુ છે. આ યોગરૂપ સંસારી અવસ્થામાંથી છૂટવા સર્વજ્ઞ પરમાત્માઓએ મોક્ષમાર્ગ સંખ્યતન વારિત્રાળ મોક્ષમાળ (તત્ત્વાર્થસૂત્ર) સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ કહ્યો અર્થાત્ આત્મવીર્યને આત્માના સમ્યક્ જ્ઞાનદર્શન–ચારિત્ર રૂપ ગુણમાં પ્રવર્તવા પંચાચારરૂપ આચારમાર્ગ બતાવ્યો. તે આચાર પણ ત્રણ યોગ દ્વારા પ્રવર્તવાના છે.
પ્રથમ ક્રિયારૂપ ધ્યાન યોગમાં બે ક્રિયાયોગમાં પ્રથમ જે અનુષ્ઠાનની જે મુદ્રા હોય તો તે કાયયોગ પછી સૂત્રનાં સ્પષ્ટ ઉચ્ચાર રૂપ સ્થિરતા રૂપ વચનયોગમાં સ્થિરતા અને પછી અર્થની વિચારણા રૂપ મનોયોગ જ્ઞાનપ્રધાન તેમાં સ્થિરતા અને પછી અર્થ જે આલંબન સ્થિરતા અને પછી સ્વાત્માના સ્વભાવ આલંબન રૂપ સ્થિરતા એકાગ્રતા વડે ધ્યાનયોગ વડે અપૂર્વ નિર્જરા થાય. આમ ધ્યાનયોગ વડે અનાદિ સંસાયોગમાંથી મુકત બની મોક્ષયોગને પામી અંતે અયોગી બનવા વડે સત્તાગત શુદ્ધ સિદ્ધાવસ્થા પ્રગટે.
ज्ञान-क्रियाभ्यां मोक्षः। વચન અને મનોયોગ જ્ઞાન પ્રધાન છે. કાચયોગ વીર્ય પ્રધાન-દિયા પ્રધાન છે.
306 | નવ તત્ત્વ
Page #324
--------------------------------------------------------------------------
________________
મોક્ષયોગની પૂર્ણતા ધ્યાન યોગમાં થાય. ધ્યાનયોગથી નિર્જરા થાય. ધ્યાનયોગ માટે ક્રિયાયોગ અને જ્ઞાનયોગ બંનેનો સમન્વય જરૂરી. બે ક્રિયાયોગ અને ત્રણ જ્ઞાનયોગ. શુદ્ધ જ્ઞાનયોગથી ધ્યાનયોગ સફળ થાય. પ્રથમ ક્રિયાયોગની સ્થિરતારૂપ ધ્યાન, પછી ઉપયોગરૂપ સ્થિરતા ધ્યાનથી નિર્જરા થાય.
૬) જ્ઞાન પરિણામ: આત્મામાં વિશેષ જ્ઞાન રૂપે માત્ર એક જ પરિણામ છે, તે કેવલજ્ઞાન. તેના બદલે કર્મના આવરણે અર્થાત્ હવે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી શુદ્ધાશુદ્ધ મિશ્ર પરિણામ રૂપ અર્થાત્ જેટલા અંશે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમથી જ્ઞાન પ્રગટે સાથે મિથ્યાત્વનો જેટલો ઉદય ચાલુ હોય તેટલું તે જ્ઞાન અશુદ્ધ કહેવાય. અર્થાત્ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન કહેવાશે. મિથ્યાત્વનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ થાય અર્થાત્ સમ્યત્વનો પરિણામ પ્રગટ થાય તો તે જ જ્ઞાનને મતિશ્રુત-અવધિજ્ઞાન કહેવાશે. અર્થાત્
મતિજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી - મતિજ્ઞાન શ્રુત જ્ઞાનાવરણીયના
- શ્રત જ્ઞાન અવધિજ્ઞાનાવરણીયના “ – અવધિ જ્ઞાન મન:પર્યવ જ્ઞાનાવરણીયના
- મન:પર્યવ જ્ઞાન ઉપરના ચાર જ્ઞાન ક્ષયોપશમરૂપે હોય. કેવલ જ્ઞાનાવરણીયના સંપૂર્ણ ક્ષયથી - કેવલ જ્ઞાન પ્રગટ થાય.
જે ક્ષાયિક હોય તે કાયમી રહે. જ્ઞાનને મલિન કરનાર ‘દર્શન મોહનીય’ નો ઉદય છે ત્યાં સુધી જ્ઞાન શુદ્ધ ન થાય અને ચારિત્ર મોહનો ઉદય હોય ત્યાં સુધી જ્ઞાન પૂર્ણ ન થાય. આથી પૂર્વના મતિ આદિ ત્રણ જ્ઞાનમાંથી દર્શન મોહ દૂર થવાથી તે જ્ઞાન શુદ્ધ થાય પરંતુ જયાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી તે ત્રણ જ્ઞાન મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ (અવધિ) જ્ઞાન કહેવાય. “ચારિત્ર મોહનીય કર્મના ઉદયને કારણે તે પૂર્ણન થવાથી ક્ષયોપશમ રૂપ છે. જ્યારે કેવલજ્ઞાન પૂર્ણ છે અંતરાય વિનાનું માટે તે પ્રગટ થયા પછી તેના માટે ઉપયોગ મૂકવાની જરૂર નહીં. સહજ ઉપયોગ ચાલુ જ રહે. જ્યારે બાકીના જ્ઞાનમાં ઉપયોગ મૂકવો પડે. કેમકે વીર્યન્તરાય કર્મ પૂર્ણ ક્ષય ન
અજીવ તત્ત્વ | 307
Page #325
--------------------------------------------------------------------------
________________
પામવાને કારણે આત્મવીર્ય જ્યારે પુદ્ગલ સાથે જોડાય ત્યારે તે સંસાર યોગરૂપ બને અને આત્મવીર્ય જ્યારે પુદ્ગલથી છૂટી આત્માના જ્ઞાનાદિ ગુણ સાથે જોડાય ત્યારે તે મોક્ષયોગ બને.
કેવલજ્ઞાન રૂપ એક જ શુદ્ધ જ્ઞાન પરિણામ પોતાના આત્મપ્રદેશોને છોડ્યા વિના સમગ્ર લોકાલોકના શેયને પૂર્ણ સ્વરૂપે જાણી લે છે તેમાં કોઈ પણ ઈન્દ્રિય આદિની સહાયની જરૂર નહીં. શેય પાસે જવાની જરૂર નહીં ઉપયોગ પણ મૂકવો પડે નહીં. જ્યારે છદ્મસ્થ જીવોને સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન ન હોવાના કારણે શેયને જાણવા ઉપયોગ મૂકવો પડે. જેટલું જ્ઞાન પ્રગટ થયું હોય તેટલું જ બોધ થાય. અવધિ અને મન:પર્યવવાળાને રુપીનું જ જ્ઞાન થાય અને બાકીના છમસ્થોને ઈન્દ્રિયોથી અતિઅલ્પ મર્યાદાવાળું જ્ઞાન થાય.
૭) દર્શન પરિણામ: આત્મામાં સામાન્ય જ્ઞાનરૂપે દર્શન પરિણામ પણ એક જ છે. કેવલદર્શન પરિણામ છે પણ દર્શનાવરણીય કર્મના કારણે આત્માને તે પરિણામ ઢંકાય છે અને દર્શનાવરણીયના ઉદયથી તે ગુણ આવરાઈ જાય છે અને વિભાવરૂપે પ્રગટ થાય છે. ચાર પ્રકારના દર્શનાવરણીયના ભેદ અને પાંચ પ્રકારની નિદ્રા આવરણીય કર્મના ઉદયથી તે ગુણો આવરાઈ ગયા. હવે તે દર્શનાવરણીય કર્મનાં ક્ષયોપશમથી-ચાર રૂપે દર્શન પ્રગટ થાય. ૧) ચક્ષુદર્શનાવરણીયના ક્ષયોપશમથી ? ચક્ષુ વડે વસ્તુનો મર્યાદાપૂર્વક સામાન્ય
બોધ થાય. ૨) અચક્ષુદર્શનાવરણીયના ક્ષયોપશમથીઃ ચક્ષુ સિવાયની ઇન્દ્રિયો વડે મર્યાદાપૂર્વક
અલ્પ સામાન્ય બોધ થાય. ૩) અવધિદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી : રૂપી પદાર્થોનો સામાન્ય બોધ
થાય. આમ ત્રણ જ્ઞાન ક્ષયોપશમ પ્રધાન હોવાથી ત્રણે સામાન્ય સ્વરૂપે - પૂર્ણ
જ્ઞાન પ્રગટ ન થાય. ૪) કેવલદર્શન માત્ર કેવલ-દર્શનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષયથી આત્માને સર્વ વસ્તુઓ સંબંધી સામાન્ય કેવલદર્શન ક્ષાયિક રૂપે પ્રગટ થાય તેમાં ઉપયોગ મૂકવાની જરૂર નહીં. આમ આત્માનું સામાન્ય જ્ઞાન રૂપે એક જ પરિણામ હોવા
308 | નવ તત્ત્વ
Page #326
--------------------------------------------------------------------------
________________
છતાં કર્માધીન જીવના સામાન્ય જ્ઞાનમાં રૂકાવટ કરનારા હોય.
જ્યાં સુધી એક પણ નિદ્રાનો ઉદય હોય ત્યાં સુધી પ્રમાદ ગણાય. ઋષભ પ્રભુ અપ્રમત્તપણે સાધના કરવા છતાં હજાર વર્ષ સંયમ જીવનના સાધનાકાળમાં ૧ દિવસ (અહોરાત્ર) પ્રમાદ કાળ અને વીરપ્રભુને ૧રા વર્ષ સાધનાકાળમાં બે ઘડી પ્રમાદકાળ થયો.
૬ઠ્ઠા ગુણ સ્થાનકે પ્રમાદ હોય ત્યાં સુધી થિણદ્ધિ-ત્રિકનો ઉદય હોય વિશેષથી પ્રમાદ આવી શકે. ૬ઠ્ઠાના અંતે વિચ્છેદ, ૭મે ગુણઠાણે નિદ્રા-દિકનો ઉદય હોય, ૧રમા ગુણ સ્થાનક સુધી હોય ત્યાં સુધી જ્ઞાનની પૂર્ણતા ન થાય અર્થાત્ ત્યાં સુધી કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રગટ ન થાય.
૮) મિથ્યાત્વ પરિણામઃ ક્ષાયિક સમ્યક દર્શન એક જ આત્માનો પરિણામ છે. તેના વિના જ્ઞાન શુદ્ધિની શરૂઆત થતી નથી. દર્શન-મોહના ઉદયથી જ્ઞાન મિથ્યા રૂપે થાય અને સાથે-સાથે આત્માની રુચિ સ્વભાવથી પરાક્ષુખ બની પુદ્ગલ સ્વભાવ તરફી બને છે.
મિથ્યાત્વનો ઉદય આત્માના મહાઅનર્થનું મુખ્ય કારણ છે ત્યાં સુધી તેનું પરિભ્રમણ ચાલુ રહે છે તેના અભાવ વિના દયા-દાનાદિ બધા ગુણો તાત્ત્વિક બનતા નથી અર્થાત્ તે આત્માના હિતના કારણભૂત બને નહીં.
'वरं ज्वाला अग्निकुले क्षिप्तो देहिनात्मना हुताशने। नतु मिथ्यात्व संयुक्तं, जीवितव्यं कदाचन।।'
(અભિનવ ઉ.પ્ર.) અગ્નિમાં પડીને મરવું સારું પણ મિથ્યાત્વ સહિત જીવન જીવવું યોગ્ય નથી, કેમ કે અગ્નિ આદિ એક વખત મારે જ્યારે મિથ્યાત્વ જન્મોજન્મ મારે આથી પ્રથમ જિનાજ્ઞા – મિષ્ઠ પરિદ્દિા
ક્ષાયિક સમ્યગદર્શન એક શુદ્ધ આત્મ પરિણામ અર્થાત્ સર્વજ્ઞકથિત સર્વજોયનો હેયોપાદેય રૂપ રુચિ પૂર્વક સ્વીકાર રૂપ આત્મ પરિણામ છે. દર્શનમોહના ઉદયથી તત્ત્વના અસ્વીકારરૂપ અને તત્ત્વરુચિમાં વિપર્યાસ રૂપ મિથ્યાત્વ પરિણામ પ્રગટ થયો.
અજીવ તત્ત્વ 309
Page #327
--------------------------------------------------------------------------
________________
દર્શન મોહનીયના અર્ધશુદ્ધ દળિયાના અર્થાત્ મિશ્ર મોહનીયના ઉદયથી તત્ત્વની રુચિ અને અરુચિ ન થવા રૂપ મિશ્ર સમક્તિ પરિણામ પ્રગટ થાય પણ નિર્મળ ક્ષાયિક સમકિતરૂપ પરિણામ ન થાય.
ચાર અનંતાનુબંધી કષાય અને મિથ્યા-મિશ્ર અને સમકિત મોહનીયના સર્વથા ક્ષયથી ક્ષાયિક સમકિત સદા માટે પ્રગટ થાયઅર્થાત્સ્વ ની પૂર્ણતારૂપ સિદ્ધાવસ્થાની રુચિ પરિણામ કોઈ પણ યોગ વ્યવહારમાં સદા જાગૃત હોય અને સંસાર યોગમાં સહજ ઉદાસીનતા રહે.
૯) ચારિત્ર પરિણામ: ‘મMા સામયિક ર્વ’ આત્મા એ જ સામાયિક રૂપ છે અર્થાત્ વીતરાગરૂપ છે. એક જ ચારિત્ર પરિણામે છે અર્થાત્ યથાખ્યાત-ચારિત્ર સ્વરૂપે છે. છતાં ચારિત્ર મોહ-કર્મના આવરણથી આત્માનો તે ગુણ આવરાઈ જાય છે અને અવિરતિરૂપ પસંયોગોમાં આસક્ત થાય.
ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમ-ઉપશમના કારણે જુદા જુદા ભેદે ચારિત્ર પ્રગટે. ૧) યથાખ્યાત ચારિત્ર: ચારિત્ર મોહનીયના સર્વથા ક્ષયથી યથાખ્યાત વીતરાગ
ચારિત્ર પ્રગટે. ૨) ઉપશમ ચારિત્ર: ચારિત્ર મોહનીયના સર્વથા ઉપશમથી ઉપશમ યથાખ્યાત
અન્તર્મુહુર્ત કાળ પ્રગટે. ૩) સૂયમ સંપરા ચારિત્ર: માત્ર કિટ્ટીરૂપ સૂક્ષ્મ લોભ મોહનીયના ઉદય છે. તે સિવાય સર્વ મોહનીયના ઉપશમ કે ક્ષયથી પ્રગટ થતું ચારિત્ર પરિણામ ૧૦માં
ગુણઠાણે હોય. ૪) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર ઃ અપ્રમત્તભાવનું વિશિષ્ટ ચર્યાવાળું નવ સાધુ
સમુદાયમાં સાથે રહીને પાળવારૂપ ચારિત્ર. પ) છેદોપસ્થાપનીય ચારિત્ર: ૫-મહાવ્રતના આરોપણ રૂ૫ ૬ઠ્ઠા ગુણઠાણાનું ચારિત્ર. ૬) સામાયિક ચારિત્રઃ સર્વવિરતિ રૂપ સામાયિક ચારિત્ર. ૭) દેશવિરતિરૂપ ચારિત્ર: શ્રાવકને પાંચ અણુવ્રતથી ૧ર વ્રતાદિ દેશ ચારિત્ર હોય. 310 | નવ તત્ત્વ
Page #328
--------------------------------------------------------------------------
________________
અવિરત સમ્યક્ દષ્ટિ ચારિત્ર કઈ રીતે?:
અહીં ૪થા ગુણઠાણે સર્વવિરતિ ચારિત્રની રુચિ હોય અને અનંતાનુબંધીના ક્ષયોપશમ કે ક્ષયથી આંશિક વિરતિરૂપ અભક્ષ્ય, માંસાદિ ત્યાગ કે રાત્રિ ભોજનાદિ ન કરવારૂપ નિયમો ગ્રહણ કરી શકે પણ અણુવ્રતોનો સ્વીકાર ન કરી શકે. આમ તેનામાં સર્વવિરતિ ચારિત્ર ગ્રહણ કરવાની રુચિરૂપ પક્ષપાત પડેલો હોવાથી તેને અવશ્ય ભવિષ્યમાં ચારિત્રની પ્રાપ્તિ થશે.
સર્વજીવો વિશે સમ પરિમાણ પ્રગટાવવા ક્ષમાપ્રધાનદશવિધ યતિધર્મબતાવ્યો. અર્થાત્ કષાયથી સર્વથા મુક્ત થયા વિના સર્વ જીવો વિષે સમભાવ આવી શકે નહીં. આથી ક્ષમાપ્રધાન ૧૦ પ્રકારના યતિધર્મના પાલન વડે જીવને કષાયોનો સર્વથા નાશ કરવા વડે વીતરાગ સ્વભાવ પ્રગટાવવાથી સર્વ જીવો વિષે સમદષ્ટિ પ્રગટ થાય.
૧૦) વેદ પરિણામઃ આત્મા અવેદી છે.
आत्मानं वेत्त्यविज्ञानि त्रिलिंग संगतं वपुः। सम्यग्वेदी पुनस्तत्त्वं लिंग संगतिवर्जितं।।
(યોપ્રદીપ) અજ્ઞાની આત્મા પોતાને ત્રણ વેદવાળો માને છે. હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું નપુંસક છું. જ્યારે સમ્યગ્રષ્ટિ આત્માતે અવેદી છે અર્થાત્ વેદની વેદના ભોગવવાના સ્વભાવવાળો નથી પણ આત્માના અનંત આનંદ ગુણોનું વેદન (અનુભવ) કરવાના સ્વભાવવાળો છે. સાતા-અસાતા વેદનીય કર્મના આવરણથી આત્માનું અવ્યાબાધ સ્વરૂપ ઢંકાવું અને ચારિત્ર વેદમોહનીયના ઉદયથી આત્માના ગુણોનું વેદન કરવાને બદલે પુદ્ગલના સંયોગ વડે દ્રવ્યભાવ વેદના વેદવાની વિભાવ અવસ્થા પ્રગટ થાય. આત્મા માત્ર વીતરાગ સ્વભાવ (આનંદ-સમસ્વભાવ) વેદવાના સ્વભાવવાળો છે તેના બદલે વિભાવ રૂપે – વેદના ભોગવવા રૂપે ત્રણ વેદ જીવને ધારણ કરવા પડે. કષાય- નોકષાય રૂપ મોહના ઉદયથી સ્વગુણમાં રમણતાને બદલે શબ્દાદિક વિષયક પુગલનો ભોગ પરિણતિ ઊભી થાય. પુરુષ વેદના ઉદયે સ્ત્રીના દેહ તરફ આકર્ષણ-લાગણીઓ ઉત્પન્ન થાય. સ્ત્રી
અજીવ તત્વ | 311
Page #329
--------------------------------------------------------------------------
________________
વેદના ઉદયે પુરુષ દેહના સમાગમ આલિંગનાદિ સ્ત્રીને અભિલાષ દ્વારા કામવિકાર પીડા થાય. પુરુષ કરતાં સ્ત્રીને વેદની વેદના આઠ ગણી અધિક હોય. - નપુંસક વેદના ઉદયે સ્ત્રી-પુરુષ બંને ભોગવવાનો અભિલાષ થાય. વેદનો ઉદય થયા પછી તેનું શમન જલદી થઈ ન શકે અર્થાત્ તીવ્ર વેદના ભોગવવા નપુંસક વેદનો ઉદય છે અને ૧૪ રાજલોકમાં નપુંસક વેદના ઉદયવાળા જીવો સૌથી વધુ અને તેનાથી ઓછા સ્ત્રીવેદ અને સૌથી ઓછા પુરુષ વેદવાળા હોય.
દ્રવ્યવેદ : શરીર, આહાર, લિંગ, ચિન્હ, નામકર્મના ઉદયે પ્રાપ્ત થાય. વેદ મોહનીયના ઉદયથી ભાવવંદના પ્રાપ્ત થાય. વેદ એ પરાવર્તન પ્રકૃતિ છે. વેદ આકાર અને રૂપ સ્વરૂપે છે જયારે આત્મા નિરંજન નિરાકાર છે. જયાં આકાર ત્યાં વિકાર,
જ્યાં વિકલ્પ ત્યાં સંકલેશ, પરમાં આકર્ષણ તે વિકાર. જ્યાં નિર્વિકારતા હોય ત્યાં પરમાં ઉદાસીનતા હોય.
અધ્યાત્મ દષ્ટિએ બહિરાત્મા નપુંસક-વેદ, અંતરાત્મા-સ્ત્રીવેદે અને પરમાત્મા પુરુષ વેદ છે. પરમાત્માને પુરુષ વેદ દ્રવ્યથી હોય પણ ભાવથી ન હોય.
તીન વેદકા છેદ કરાયા, સંગ રહિત સંસાર,
અશરીરી ભવળીજ દહાયા, અંગે કહે આચારા.” ભાવ-વેદ એ ભવનું બીજ રૂપ, ભાવ વેદ જેનો સંપૂર્ણ નાશ થાય તેનો સંસાર ઉચ્છેદ થાય અર્થાત્ તે શરીર રહિત થઈ પોતાની શુદ્ધ અવસ્થા-સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે.
“ભેજ્ઞાન રૂપ ચક્ષુ અપૂર્વથી, યોગી જુએ નિજરૂપ ભેદ-વિજ્ઞાન સિદ્ધક્ષેત્ર છે તેમ શરીરમાં, કર્મ રહિત ચિત્ત ૫.
(પૂત જ્ઞાનભૂષણ વિજય મ.સા.) જે પ્રમાણે લોકાંતે સિદ્ધક્ષેત્રમાં પગે અનંતે સિદ્ધના જીવો જે શુદ્ધ સ્વરૂપે બિરાજમાન છે તે જ પ્રમાણે આપણા શરીરમાં સર્વકર્મથી રહિત એવો સિદ્ધ સ્વરૂપી ૧૪ રાજ પ્રમાણ વિસ્તાર પામે તેટલા અસંખ્ય પ્રમાણ આત્મ પ્રદેશોવાળો મારો આત્મા રહેલો છે. તે પ્રમાણે આપણે આપણા આત્માને જોનારા-માણનારા થઈએ ત્યારે આપણું ભેદજ્ઞાન તત્ત્વ-સ્વરૂપનું કહેવાય. આવા પ્રકારના ભેદજ્ઞાન માટે જ 312 | નવ તત્ત્વ
Page #330
--------------------------------------------------------------------------
________________
નવતત્ત્વમાં પરિણામી જીવ મુક્ત ગાથા છે.
પુદ્ગલના જે ૧૦ પરિણામો (ગતિ, ભેદ, બંધ, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ અને અગુરુલઘુ છે) તે પોતાના સ્વભાવ પ્રમાણે સદા પરિણામ પામે છે. આપણો આત્મા પોતાના સ્વભાવ રૂપે પરિણામ પામે છે કે નહીં? તેનો નિર્ણય કરવો હોય તો પુદ્ગલના ૧૦ પરિણામનું જ્ઞાન થઈ જાય તો આપણને આપણા આત્માના પરિણામનો નિર્ણય થઈ શકે. કારણ આત્માના પરિણામો પુદ્ગલના પરિણામોથી ભિન્ન છે.
પુદ્ગલ દ્રવ્યનો સંબંધ આત્મા સાથે છે અને આત્માથી બહાર પણ રહેલો છે. બહાર પુદ્ગલ દ્રવ્યમાં ૧૦ પરિણામ જોવા મળવાથી ખાત્રી થાય કે આત્મા જો તે જ પરિણામો પ્રમાણે વર્તતો દેખાય તો તે પરિણામ આત્માના નથી. આત્માના પરિણામો તેનાથી નિરાલા છે પણ પુદ્ગલનાં સંયોગને કારણે આત્મા તેના પરિણામોથી મિશ્રિત થઈ ગયો છે. તેથી તે આત્માના શુદ્ધ પરિણામો નથી. જેમ ગતિ પરિણામ પુદ્ગલનો – કોઈ પણ દિશામાં જઈ શકે જ્યારે આત્મા માત્ર ઊર્ધ્વગતિ જ કરી શકે. સર્વ સંગથી રહિત થશે ત્યારે જ ઊર્ધ્વગતિ. એક સમયમાં લોકાંત સુધી થાય. તે સિવાય આત્મા પણ દિશા-વિદિશામાં પુદ્ગલ સંગને કારણે ભમે તો તે આત્માની શુદ્ધ ગતિ નથી. આમ આત્માના પરિણામો-પુદ્ગલોથી ભિન્ન છે તેવું ભેદજ્ઞાન પ્રાપ્ત થાય તેવા જ યોગીઓ પુદ્ગલના પરિણામોથી મુક્ત બની આત્માના શુદ્ધ પરિણામ રૂપે સ્થિર થવા રૂપ ધ્યાન યોગની પ્રધાન સાધના કરતાં હોય છે. આથી પુદ્ગલરહિત આવા આત્માના ૧૦ પરિણામો જાણવા જરૂરી.
સિદ્ધાવસ્થામાં આત્મા સર્વ પરસંયોગથી રહિત છે અર્થાત્ પુદ્ગલોના ૧૦ પરિણામો કે પુદ્ગલ મિશ્રિત આત્માના અશુદ્ધ પરિણામોથી સંપૂર્ણ રહિત છે. માત્ર આત્માના જ શુદ્ધ પરિણામો છે.
અજીવ તત્વ | 313
Page #331
--------------------------------------------------------------------------
________________
આત્માના શુદ્ધ દશ પરિણામો
આત્મધ્યાને રમણતા, રમતાં આત્મસ્વભાવ અષ્ટકમંદૂરકરે, પ્રગટે શુદ્ધસ્વભાવ.
૧) ઊર્ધ્વગતિ પરિણામ: જે સમયે આત્મા સર્વ સંવર રૂપ ૧૪ માં ગુણસ્થાને સ્વ વીર્યને સર્વ પુદ્ગલ યોગમાંથી ખેંચી સ્વાત્મના અસંખ્ય પ્રદેશોમાં તે પરિપૂર્ણ પરિણમન થતાં આત્મ પ્રદેશો મેરુની જેમ નિષ્પકંપ સ્થિર થતાં જ કર્મ રૂપ જેલની પરતંત્રતામાંથી સદા મુક્ત થતાં આત્મા પોતાની મૂળ સહજ ઊર્ધ્વગતિ દ્વારા ૧ સમયમાં લોકાંત પર સ્થિર થઈ જાય. અલોકમાં ગતિ સહાયક ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી આત્મા આગળ ગતિ કરી શકતો નથી અને અધર્માસ્તિકાય પણ ત્યાં સુધી જ વિદ્યમાન છે. તેથી ત્યાં જ સદા શાશ્વત કાળ સ્થિર રહે. હવે ત્યાંથી કોઈ પણ દિશા વિદિશામાં કયાંય ગતિ નહીં કરે અર્થાત્ ૪, ૮ કે ૧૬ કે ૧૮ આદિ સર્વ દિશાનું પરિભ્રમણ કાયમી બંધ અને સદા શુદ્ધ સ્વરૂપમાં લીનતા.
Page #332
--------------------------------------------------------------------------
________________
૨) ઇંદ્રિયાતીત પરિણામ: શુદ્ધાત્મ પ્રદેશની અવસ્થા. કર્મની આધીનતાને કારણે જ્ઞાન પરિણામ ઇંદ્રિયો વડે શેયને જાણવાનું અલ્પ અશુદ્ધ કાર્યકરતા હતા. હવે ઘાતિ કર્મના ક્ષયથી રૂપી અરૂપી શેયને જાણવા ઇંદ્રિયોની જરૂર નહીં પણ સીધા અરૂપી આત્મ પ્રદેશોથી પ્રગટેલા જ્ઞાન ગુણ વડે જાણવાનું કરે અર્થાત્ નામ કર્મના નાશથી આત્મા દ્રવ્યેન્દ્રિયથી પણ અતીત થવા રૂપ, આધાર રહિત માત્ર અરૂપી આત્મ પ્રદેશોમાં પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય અને તે ઇંદ્રિયાદિ કોઈની સહાય વિના સીધા આત્માના સર્વ પ્રદેશોથી (સર્વતક્ષs: સિદ્ધ) રૂપી-અરૂપી સર્વ શેયને જ્ઞાનના પરિણામો વડે જાણે. સદા માટે ઇંદ્રિયોની પરાધીનતા છૂટી જાય.
૩) આનંદ પરિણામ: અનાદિકાળથી અઘાતિ મોહનીય કર્મના ઉદયરૂપ આત્મા જે કષાય પરિણામ વતિ હિંસા પરિણામ હતો તે નાશ પામી અહિંસા પરિણામ પ્રગટ થાય અથવા
નુષતિ માત્માનું જે આત્માને આકુળ વ્યાકુળ, અપ્રસન્નતા, અસમાધિ, અતૃમિ, તૃષ્ણારૂપ પરિણામ હતા તે સર્વથા દૂર થઈ આત્માનો પ્રસન્ન, આનંદ પરિણામ પ્રગટ થાય.
જીવ સરોવર વાધો આનંદઘન રસપૂર સર્વથાકષાય ભાવ જવાથી આત્મામાં આનંદના પૂર મોજાં એક સરખાં ઓટ રહિત વૃદ્ધિ પામવા માંડે.
૪) વીતરાગતા પરિણામ: કષાયની સાથે લેગ્યા રૂપ અશુદ્ધ પરિણામો ભળવાથી આત્મામાં વિવિધ પ્રકારની લાગણીઓ જે તે તરતમતા/ઓછી વસ્તી થવારૂપ હવે પરિણામોમાં સર્વથા દૂર થવાથી આત્મા હવે સદા વીતરાગ શુભ-અશુભ-પ્રશસ્તાદિ બધા જ પ્રકારની લાગણીથી રહિત માત્ર તટસ્થ વીતરાગ. સર્વ જીવોની એક દષ્ટિ સમદષ્ટિ જોનાર અને અનુભવનાર અને પુદ્ગલ રાશિ પ્રત્યે ઉદાસીન પરિણામ રૂપ સમ પરિણામ સદા માટે પ્રગટ થાય અર્થાત્ જ્ઞાનાનંદે પૂરણ પાવનો વર્જિત સકલ ઉપાધિ સર્વ ઉપાધિથી રહિત માત્ર વીતરાગ સ્વભાવ દશામાં જ રમનાર હોય.
અજીવ તત્ત્વ 315
Page #333
--------------------------------------------------------------------------
________________
૫) આયોગી પરિણામ: અનાદિકાળથી અરૂપી પુદ્ગલ દ્રવ્ય સાથે આત્મવીર્યના જોડાણ રૂપ જે યોગ (સંસાર) અવસ્થા હતી તે હવે આત્મ વીર્ય સર્વથા જ્ઞાનાદિ આત્મગુણો અને અસંખ્ય આત્મપ્રદેશોમાં પરિપૂર્ણ પરિણમન થવાના કારણે પુદ્ગલના સંયોગ રૂપ (મન, વચન, કાયા) યોગ અવસ્થાથી સર્વથા મુકત બની માત્ર અરૂપી, નિરાકાર, નિર્વિકાર રૂપ અયોગી અવસ્થા ૧૪માં ગુણસ્થાનકે પ્રગટ થાય. જે અવસ્થા હવે શાશ્વતરૂપે રહેશે.
૬) કેવલજ્ઞાન પરિણામઃ આત્મામાં સત્તાએ એક જ કેવલજ્ઞાનનો પરિણામ છે. તે કેવલ જ્ઞાનાવરણીય કર્મોના ઉદયથી ઢંકાયું અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી તરતમતા ભેદે પ્રગટ થવા રૂપ તે જ્ઞાન મતિ, શ્રત, અવધિ અને મનઃ પર્યવ જ્ઞાન એ ક્ષયોપશમ ભાવે ૪ પ્રકારે થયેલ. હવે સંપૂર્ણ કેવલ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયે માત્ર કેવલજ્ઞાન ક્ષાયિક પરિણામે પ્રગટ થાય તે હવે સદા કાળ તે જ રૂપે રહેશે હવે તેમાં કોઈ ભેદ કે અંતરાય નહીં આવે. આમ કેવલજ્ઞાન વડે સદા કાળ આત્મા લોકાલોકના સર્વ શેયનો વિશેષ જ્ઞાનનો જ્ઞાતા બનશે.
૭) કેવલદર્શન પરિણામ: આત્મામાં સત્તાએ સામાન્ય જ્ઞાન પરિણામ રૂપે કેવલ દર્શન રહેલું છે. પણ અનાદિ કાળથી દર્શનાવરણીય કર્મના આવરણથી તે આવરિત થયું અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી સત્તાગત કેવલ દર્શન હવે ચક્ષુ દર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન એમ ૩ દર્શન રૂપે અલ્પાંશે પ્રગટ થાય. દર્શનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષયથી સત્તાગત આત્માનું કેવલદર્શન પ્રગટ થતાં લોકલોકના સર્વ શેયનાં સામાન્ય સ્વરૂપનો આત્મા જ્ઞાતા બને. આ કેવલદર્શન પણ સામાન્ય
જ્ઞાન પરિણામ રૂપે આત્મામાં ક્ષાયિક પરિણામે સદા માટે રહે છે. 316 નવ તત્ત્વ
Page #334
--------------------------------------------------------------------------
________________
(૮) સભ્ય દર્શન પરિણામ: સમ્યમ્ દર્શન સંપૂર્ણ સત્યનો રુચિપૂર્વક સ્વીકાર કરવા રૂપ તથા સ્વાત્માના ગુણોને અનુભવવા રૂપ રુચિ પરિણામ આત્મામાં સત્તામાં રહેલો છે પણ અનાદિથી દર્શન મોહના આવરણથી તે ગુણ આવરિત થવાથી તેમાંથી વિપરીત સત્યને પૂર્ણ રૂપે સ્વીકારવા અને વિપર્યાસ રૂપે શ્રદ્ધા સ્વીકાર રૂપ તથા અભોગ્યની રુચિ થવા રૂપ મિથ્યાત્વનો પરિણામ આત્મામાં મિથ્યા મોહનીયના ઉદયથી પ્રગટ થાય તેથી સ્વાત્માથી વિમુખ અને પુદ્ગલ સ્વભાવની રુચિ પ્રગટ થાય. આથી આત્મા પોતાના શુદ્ધ સ્વભાવને ભોગવવાની રુચિને બદલે પુદ્ગલ સ્વભાવને ભોગવવાની રુચિવાળો બન્યો. હવે મિથ્યાત્વ મોહનીયનો (દર્શન મોહ) સર્વથા ક્ષય થવાથી આત્મામાં ક્ષાયિક સમ્યમ્ દર્શન ગુણ પ્રગટ થાય. આથી સદા પોતાની સત્તાગત સિદ્ધ અવસ્થાના સ્વીકાર અને સત્તાગત ગુણોને અનુભવવાની રુચિ થાય તેથી તેને હવે સંસારનો અનુબંધ ન પડે.
૯) ચારિત્ર પરિણામઃ આત્મામાં સત્તાએ યથાખ્યાત વીતરાગ ચારિત્ર સત્તામાં રહેલું છે. ચારિત્ર મોહનીયના આવરણથી તે ગુણ આવરાય અને ચારિત્ર મોહનીયના ઉદયથી આત્મા સમતા સ્વભાવથી વિપરીત રાગદ્વેષની પરિણતિવાળો હિંસક પરિણતિવાળો થાય.
હવે ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી અને ઉપશમથી ચારિત્રના જુદા જુદા ભેદો પડયા. (૧) અવિરત સમ્યગ્દષ્ટિ () ઉપશમ ચારિત્ર અને ચારિત્ર મોહનીય કર્મના સર્વથા ક્ષયથી યથાખ્યાત ચારિત્ર (નિરનિટ ચારિત્ર) ક્ષાયિક વીતરાગતા પ્રગટ થાય. સર્વ જીવો વિષે સમભાવ રૂપ, અનંત આનંદ વેદન રૂપ પરિણામ પ્રગટ થાય.
૧૦) અવેદી અનંતનું વેદના પરિણામ: આમાં અનંત સુખને વેદન કરવાનો શકિત પરિણામ છે પણ કર્મના આવરણને કારણે વેદનશકિતને બદલે વેદના શકિત દ્રવ્ય ભાવ રૂપે પ્રગટ થઈ. અવ્યાબાધ સુખ આવરાયું અને પુદ્ગલના સંયોગ રૂપે સાતા-અસાતા રૂપે વેદવાનું આવ્યું. અર્થાત્ સાતા-અસાતા દ્રવ્ય વેદના અને ચારિત્ર મોહનીયના ઉદયથી વેદની વેદના રાગાદિ પીડારૂપ ભાવ વેદના વેચવાનું ઉભું થયું.
અજીવ તત્ત્વ | 317
Page #335
--------------------------------------------------------------------------
________________
હવે વેદ મોહનીયના સર્વથા ક્ષયથી ભાવવંદનાના અભાવ રૂપ અનંત આનંદનું વેદન કરવાનું અને સાતા-અસાતા કર્મના ક્ષયથી અવ્યાબાધ સુખનો આત્મા અનંતકાળ ભોકતા થાય. આ રીતે આત્માનું અનંત વેદનરૂપ પરિણામ સદા માટેહવે આત્મા પોતાના અનંત આનંદ-અનંત સુખનું વેદન સદા કરે.
આ રીતે આત્માનાં પોતાના શુદ્ધ સત્તાગત ૧૦ શુદ્ધ પરિણામોને જાણીને તેને જીવનનું મુખ્ય સાધ્ય બનાવી દરેક સાધનામાં તેને પ્રગટાવવાનું લક્ષ રાખવામાં આવે તો જ સાધના સફળ થાય. તે ૧૦ પરિણામોનો નિર્ણય કરવા પુદ્ગલના જે ૧૦ પરિણામો છે તે આત્માથી ભિન્ન છે, તેનો આત્મામાં નિર્ણય થવો જોઈએ અને આત્માના સત્તાગત શુદ્ધ પરિણામો જે પુદ્ગલના સંયોગને કારણે અશુદ્ધ અને મિશ્રિત થઈ ગયા છે તેને શુદ્ધ પરિણામના આલંબન લઈ અર્થાત્ ભેદ જ્ઞાન વડે પુદ્ગલના પરિણામો અને આત્માના પરિણામોનું ભેદ જ્ઞાન કરવા વડે આત્માના પરિણામોમાં સ્થિર થઈ પુદ્ગલ પરિણામોનો ત્યાગ અને ઉદાસીન ભાવ કેળવી આત્માના પરિણામોનું શુદ્ધિકરણ કરવા વડે મનુષ્ય ભવને સફળ કરવો જોઈએ.
In
318 | નવ તત્વ
Page #336
--------------------------------------------------------------------------
________________
પૂજ્યશ્રીના વાંચનારૂપે પ્રગટ થયેલા કલ્પતરૂ સમાન શ્રુતજ્ઞાનના પુસ્તકોના પ્રકાશનમાં સંપૂર્ણ લાભ લેનાર ભાગ્યશાળી પરિવારો... ક્રમ પુસ્તકો
લાભાર્થી નવતત્ત્વ ભાગ-૧ | ગુરૂભક્તો પરિવાર તરફથી (જીવતત્ત્વ) જ્ઞાનસાર ભાગ-૧ | | શ્રીમતી ભાવનાબેન સુધીરભાઈ શાહ
હ. પ્રદિપભાઈ-સુરેન્દ્રનગર | જ્ઞાનસાર ભાગ-૨ સ્વ. કમળાબેન મયાભાઈ મોહનલાલ પરિવાર
તથા શ્રીમતી મુક્તાબેન ખાંતીલાલ વોરા
પરિવાર-અમદાવાદ જ્ઞાનસાર ભાગ-૩ માતુશ્રી કસ્તુરબેન વેલજીભાઈ હરણીયા
હ. ધીરજભાઈ શાહ-જામનગર જીવવિચાર
ઝવેરી કનકલાલ સુંદરલાલ પરિવાર હ. સુધીરભાઈ-અ.સૌ. શોભાબેન તથા
વૈર્ય-જામનગર જ્ઞાનસાર ભાગ-૧ માતુશ્રી જયાલક્ષ્મી અમૃતલાલ વિરચંદ (પુનઃ પ્રકાશન) પારેખ પરિવાર. . કિર્તીભાઈ-મુલુન્ડ જીવવિચાર
STP Web Hosting-Rajkot (પુનઃ પ્રકાશન) હ. જીલેશ-જીમીત પ્રદિપભાઈ પાટડિયા નવતત્ત્વભાગ-૧ પૂ. ભાગ્યોદય સાગરજી મ.સા. તથા મહત્તરા (જીવતત્ત્વ)
સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી તથા સાધ્વીશ્રી
પ્રિયદર્શનાની પ્રેરણાથી તેમના ભક્તજનો તરફથી જ્ઞાનસાર ભાગ - ૨ ગુરૂભક્તો પરિવાર તરફથી
(પુનઃ પ્રકાશન) ૧૦ | નમસ્કાર મહામંત્ર સંઘમાતા વીરાબેન તથા ડાહીબેન જેઠાલાલ
બીદ પરિવાર તથા માતુશ્રી મંજુલાબેન
ખાન્તિલાલ શાહ ૧૧ | જ્ઞાનસાર ભાગ – ૩ ગુરૂભક્ત પરિવાર, ભીવંડી તરફથી
(પુનઃ પ્રકાશનો | ૧૨ | નમસ્કાર મહામંત્ર | માતુશ્રી પાનીબેન લખમશી લાધા ગડા (પુનઃ પ્રકાશન) (ગામઃ ખટિયાર, હાલઃ મુલુંડ-ભીવંડી)
માતુશ્રી મણીબેન સોમચંદ નરશી હરિયા (ગામઃ સેતાલુશ, હાલઃ ભીવંડી)
Page #337
--------------------------------------------------------------------------
Page #338
--------------------------------------------------------------------------
________________ अरुपिता गान, शरीर इंद्रियादि यश, अपयश साभाग्य दाभांग्यादि नामकर्म सम्यग्दर्शन वीतरागता मोहनीय मिध्यान्व अविरति गगटेष काम क्रोधादि अक्षय मानी शुरू स्थिति दि अनंत सुख अंतराय जन्म जीवन मृत्यु बेदनीय कृपणता दरिट्रना पराधीनता दुर्बलनादि शाना अशाना प्रमाद રૂપાતીત સ્વભાવ છે, કેવલ દંસણ-નાણી રે; 'તે ધ્યાતા નિજ આતમા હોય સિદ્ધ ગુણખાણી રે, 158 કર્મની બેડીથી બંધાયેલો 16 કષાય, 9 નોકષાય અને મિથ્યાત્વ વગેરે મોહની દશાથી ઘેરાયેલો . MULTY GRAPHICS 10221236232224238842.22