Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
Catalog link: https://jainqq.org/explore/009183/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત અંગે પ્રશ્નોત્તરી મુનિ શ્રી નરવાહનવિજયજી जीवाडजीवा पुण्णं, पावडडसव संवरो य निज्जरणा । बन्धो मुक्खो य तहा, नवतत्त्वा हुं ति नयव्वा ।।१।। ભાવાર્થ :- જીવ-અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા બંધ તથા મોક્ષ આ નવતત્ત્વો જાણવા યોગ્ય છે. પ્ર.૧ તત્ત્વ કોને કહેવાય ? ઉ.૧ ચોદ રાજલોક રૂપ જગતમાં રહેલા સઘળા પદાર્થો, જેમકે જીવ-અજીવ પૂગલ વગેરે છે, તે પદાર્થોને તત્ત્વ કહેવાય છે. પ્ર.૨ તત્ત્વો કેટલા પ્રકારના છે ? કયા કયા ? ઉ.૨ તત્ત્વો નવ પ્રકારનાં છે, તે આ પ્રમાણે - (૧) જીવ તત્ત્વ, (૨) અજીવ તત્વ, (૩) પુણ્યા તત્ત્વ, (૪) પાપ તત્ત્વ, (૫) આશ્રવ તત્ત્વ, (૬) સંવર તત્ત્વ (૭) બંધ તત્ત્વ (૮) નિર્જરા તત્ત્વ અને (૯) મોક્ષ તત્ત્વ. પ્ર.૩ જીવ કોને કહેવાય ? પ્રાણોને ધારણ કરે તે જીવ કહેવાય છે. પ્રાણો કેટલા પ્રકારના છે ? કયા કયાં ? પ્રાણો બે પ્રકારના કહેલા છે. (૧) ભાવ પ્રાણ અને (૨) દ્રવ્ય પ્રાણ. પ્ર.૫ ભાવ પ્રાણો કેટલા પ્રકારના છે ? કયા કયા ? ઉ.૫ ભાવ પ્રાણો આત્માના ગુણ સ્વરૂપ અનંતા પ્રકારના છે, તેમાં મુખ્ય આઠગુણો કહેવાય છે. (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન , (૩) અવ્યાબાધ સુખ, (૪) અનંત ચારિત્ર, (૫) અક્ષય સ્થિતિ, (૬) અરૂપીપણું, (૭) અગુરુલઘુપણું અને (૮) અનંત વીર્ય. પ્ર.૬ દ્રવ્ય પ્રાણો કેટલા પ્રકારના છે ? ઉ.૬ દ્રવ્ય પ્રાણો દશ પ્રકારના છે. પ્ર.૭ વ્યવહાર નયને આશ્રયીને જીવ કોને કહેવાય ? ઉ.૭ વ્યવહાર નયને આશ્રયીને જે શુભ કર્મનો, અશુભ કર્મનો કરનાર (બાંધનાર) હોય, તેના ળને ભોગવનાર હોય તથા ળના અનુસારે ચારે ગતિમાં ભ્રમણ કરનાર હોય તથા તાકાત આવે ત્યારે સર્વ કર્મોનો નાશ કરનાર જે જીવ હોય છે, તેને વ્યવહાર નયને આશ્રયીને જીવ કહેવાય છે. પ્ર.૮ નિશ્ચય નયને આશ્રયીને જીવ કોને કહેવાય ? Page 1 of 106 Page #2 -------------------------------------------------------------------------- ________________ ઉ.૮ નિશ્ચય નયને આશ્રયીને તો જે જ્ઞાન, દર્શન, ચારિત્ર ઇત્યાદિ પોતાના આત્મિક ગુણોનો કરનાર (પ્રગટ કરનાર) હોય, તે ગુણોનો ભોગવટો કરનાર હોય અથવા સુખ-દુઃખ ઇત્યાદિનો અનુભવ કરનાર, જ્ઞાન-દર્શનના ઉપયોગમય ચૈતન્ય યુક્ત જે હોય છે તે જીવ કહેવાય છે. ૪.૯ જીવતત્ત્વ કોને કહેવાય ? ઉ.૯ ચૈતન્ય અથવા ચૈતન્ય યુક્ત જે પદાર્થો જગતમાં રહેલા છે, તે જીવતત્ત્વ રૂપે કહેવાય છે. અજીવ કોને કહેવાય ? પ્ર.૧૦ ઉ.૧૦ ચૈતન્ય લક્ષણથી રહિત અર્થાત્ ચેતના રહિત જેટલી વસ્તુઓ જગતમાં રહેલી છે, તે અજીવ કહેવાય છે. છે. પ્ર.૧૧ પુણ્ય કોને કહેવાય ? ઉ.૧૧ શુભ કર્મના ઉદયથી જે જે અનુકૂળ સામગ્રીઓ મલે છે, તેમાં જે અનુકૂળતા પેદા થાય છે, પુણ્ય કહેવાય છે. તે પ્ર.૧૨ પાપકર્મ કોને કહેવાય ? ઉ.૧૨ અશુભ કર્મના ઉદયથી જીવને જે જે પ્રતિકૂલ સામગ્રીઓ પ્રાપ્ત થાય છે, તે પાપતત્ત્વ કહેવાય પ્ર.૧૩ પાપના ઉદયથી જીવને શું શું થાય ? ઉ.૧૩ પાપના ઉદયથી જીવને દુઃખ ઉપર પરમ ઉદ્વેગ પેદા થાય છે, છતાં ઘણું દુઃખ ભોગવવું પડે છે અને તેના કારણે આત્મા પાછો અશુભ કર્મોના બંધનથી મલિન થાય અને અંતે નરકાદિ દુર્ગતિઓમાં અતિ ભયંકર દુઃખ ભોગવવા માટે આત્માને લઇ જાય છે. પ્ર.૧૪ પુણ્યાનુબંધી પુણ્ય કોને કહેવાય ? ૩.૧૪ ભૂતકાળમાં ઉપાર્જન કરેલા શુભકર્મોના કારણે આ ભવમાં અનુકૂળ સામગ્રીઓ પ્રાપ્ત થાય અને અહીંયા એવા જ શુભ કાર્યો કરે તેના કારણે અનુકૂળ સામગ્રીઓ આગળ પણ પ્રાપ્ત થાય, તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. પ્ર.૧૫/૧ પુણ્યાનુબંધી પુણ્ય કયા જીવો ઉપાર્જન કરે ? ઉ.૧૫/૧ જે જીવો ચર્માવર્તકાળમાં આવેલા હોય, નિઃસ્વાર્થભાવે વડીલોની સેવા-ભક્તિ કરે તથા ધર્મની નાનામાં નાની કોઇપણ ક્રિયા આત્મિક ગુણ પેદા કરવા માટે કરે તે જીવો પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે છે, તથા સકામ નિર્જરા કરનારા જીવો ઉપાર્જન કરે. પ્ર.૧૫/૨ પુણ્યાનુબંધી પુણ્યનું લક્ષણ શું છે ? ઉ.૧૫/૨ જે જીવોનું પુણ્યાનુબંધી પુણ્ય હોય છે, તે જીવોને મળેલી સુખની સામગ્રીમાં વીરાગ જીવતો હોય છે, એટલે કે સુખની સઘળી સામગ્રી હેય લાગે અને ધર્મની સામગ્રી ઉપાદેય લાગે તે તેનું લક્ષણ છે. ચરમાવર્ત કાળ કોને કહેવાય ? પ્ર.૧૬ ૩.૧૬ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં જે જીવોનો સંસાર હવે એક જ પુદ્ગલ પરાવર્ત કાળથી વધારે ન હોય તેને ચરમાવર્ત કાળ કહેવાય છે. પ્ર.૧૭ પુણ્યાનુબંધી પાપ કોને કહેવાય ? ઉ.૧૭ જે જીવો પાપના ઉદયથી દુર્ગતિમાં ગયા હોય, મનુષ્યપણામાં અનાર્યદેશ-અનાર્ય જાતિ, Page 2 of 106 Page #3 -------------------------------------------------------------------------- ________________ અનાર્યકુળમાં ઉત્પન્ન થતા હોય તથા દેવલોકમાં ખરાબ જાતિના દેવપણાએ ઉત્પન્ન થયા હોય, તેવા જીવોમાં દયાનાં પરિણામો રહ્યા કરે અને સારા ભાવોમાં, સારા વિચારોમાં રહ્યા કરે તે પુણ્યાનુબંધી પાપ કહેવાય પ્ર.૧૮/૧ પૂણ્યાનુબંધી પાપ કઇ રીતે બંધાય ? તથા તે પાપ કયા કયા પ્રકારના જીવો બાંધે છે. ઉ.૧૮/૧ પુણ્યાનુબંધી પાપ અકામ નિર્જરાથી બંધાય છે, તથા ત્યાં સમજાવનાર મલી જાય અને સાચી સમજ પેદા થઇ જાય તો સકામ નિર્જરાથી પણ બંધાય છે. આ પુણ્યનો અનુબંધ અભવ્ય જીવો, દુર્ભવ્ય જીવો, ભારેકર્મી ભવી જીવો, દુર્લભ બોધી જીવો બાંધે છે તથા જ જીવો સંસારના સુખની ઇચ્છાથી કોઇપણ નાનામાં નાની ધર્મની ક્રિયા કરે તે બધાય જીવો આ પુણ્યનો અનુબંધ કરે છે પ્ર.૧૮/ર પુણ્યાનુબંધી પાપનું લક્ષણ શું ? ઉ.૧૮/ર પાપના ઉદયથી મળેલી દરિદ્રપણા આદિની જે સામગ્રીઓ હોય છે, તેવી સામગ્રીમાં સારા ભાવ રાખે અને સારા પરિણામમાં રહેતા હોય અથવા આલોક અને પરલોકનાં સુખની ઇચ્છાથી પણ સારી રીતે વેઠે ઇત્યાદિ પ્રકારવાળા જીવો હોય છે, તે પુણ્યાનુબંધી પાપવાળા કહેવાય છે. પ્ર.૧૯ પાપાનુબંધી પુણ્ય કોને કહેવાય? ઉ.૧૯ ભૂતકાળમાં સારું કાર્ય કરી પુણ્ય ઉપાર્જન કરીને આ ભવમાં મહા અદ્વિવાળા, બંગલા-બગીચાવાળા થયા હોય તે સુખમાં એવા લીન બની જાય કે જેના કારણે ભયંકર પાપ બંધાય અને પાપનો અનુબંધ પડે અને ભવિષ્યમાં આવી સામગ્રી દુર્લભ બને. એ રીતે કરે છે, તે પાપાનુબંધી પુણ્ય કહેવાય છે. પ્ર.૨૦/૧ પાપાનુબંધી પુણ્ય કયા પ્રકારના જીવો બાંધે છે ? ઉ.૨૦/૧ પાપાનુબંધી પુણ્ય અભવ્ય જીવો, દુભવ્ય જીવો, ભારે કર્મી જીવો, તથા દુર્લભબોધી જીવો કોઇપણ શુભ કાર્ય કરતાં સંસારના આલોક અને પરલોકની ઇચ્છાથી પાપનો અનુબંધ પાડે છે, તેથી તે પાપાનુબંધી પુણ્ય બાંધે છે. પ્ર.૨૦/૨ પાપાનુબંધી પુણ્યનું લક્ષણ શું છે ? ઉ.૨૦/૨ ઘર-કુટુંબ પરિવાર, પૈસા, ટકા, બદ્વિ આદિ સુખની સામગ્રી પ્રાપ્ત થાય ત્યારે તે સામગ્રી: છોડવા જેવી ન લાગે અર્થાત મજેથી તેને ભોગવે અને તેમાં લપાઇ જાય છે તેનું લક્ષણ છે. પ્ર.૨૧ પાપાનુબંધી પાપ કોને કહેવાય છે ? પ્ર.૨૧ ભૂતકાળમાં ઘણાં પાપો કરીને અહીંયા ખરાબ જગ્યાએ જન્મેલા હોય છતાં પણ અહીંયા પણ ભયંકર પાપોને કરતો હોય અને પાપનો જ અનુબંધ પાડતો હોય તે પાપાનુબંધી પાપ કહેવાય છે. પ્ર.૨૨ પાપાનુબંધી પાપ કયા પ્રકારના જીવો બાંધે ? ઉ.૨૨ નીચકુળમાં જન્મેલા, દરીદ્રાવસ્થામાં જન્મેલા, માછીમારો, શિકારીઓ વગેરે પાપ કરીને દુર્ગતિમાં જાય તે બધા જીવો મોટે ભાગે પાપાનુબંધી પાપવાળા હોય છે. પ્ર.૨૩ આશ્રવ કોને કહેવાય ? ઉ.૨૩ હિંસાદિ અશુભ ક્રિયાઓ દ્વારા તથા અહિંસાદિ શુભ ક્રિયાઓ દ્વારા જે અશુભ અથવા શુભ કર્મોનું આત્મામાં પ્રવેશ થવું તે આશ્રવ કહેવાય છે જેમ સરોવરમાં દ્વારા માર્ગથી વરસાદનું જળ પ્રવેશ કરે છે, એ પ્રમાણે હિંસાદિ દ્વારા માર્ગથી કર્મરૂપી વર્ષાજળ આત્મામાં પ્રવેશ કરે છે. અર્થાત્ આ સર્વ બાજુથી Page 3 of 106 Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રવ-આવવું, આત્માની સર્વ બાજુથી કર્મોનું જે આવવું તે આશ્રવ કહેવાય છે. પ્ર.૨૪ સંવર કોને કહેવાય? ઉ.૨૪ આશ્રવનો નિરોધ કરવો તેને સંવર કહેવાય છે, એટલે કે આવતા કર્મોનું કારણ જ હિંસાદિ તે આત્માનાં પરિણામ વડે રોકાય તેનું નામ સંવર કહેવાય અર્થાત આવતા કર્મોને રોકવા તેને સંવર કહેવાય છે. પ્ર.૨૫ નિર્જરા કોને કહેવાય ? ઉ.૨૫ આત્મામાં આવેલા જે કર્મો છે, તે કર્મોનો નાશ કરવો અર્થાત આત્મા ઉપરથી ઓછા ઓછા કર્મ કરતા જવા તે નિર્જરા કહેવાય છે. પ્ર.૨૬ બંધતત્ત્વ કોને કહેવાય છે ? ઉ.૨૬ આત્માની સાથે કર્મોનો (કાર્પણ વર્ગણાના પુદ્ગલનો) જે સંબંધ થવો તેનું નામ બંધતત્ત્વ કહેવાય છે. જેમ પાણી અને દૂધ એકમેક થાય છે, તે રીતે આત્માની સાથે કાર્મણ વર્ગણાનો સંબંધ થવો તે બંધ કહેવાય. પ્ર.૨૭ મોક્ષ તત્વ કોને કહેવાય ? ઉ.૨૭ શુભ અથવા અશુભ સઘળા આવતા કર્મોને રોકવા અને જુના જેટલા શુભ અથવા અશુભ કર્મો આત્મા ઉપર રહેલા છે તે બધાનો સંપૂર્ણ નાશ કરવો, તેનું નામ મોક્ષ કહેવાય. આત્માના સઘળા, ગુણોનું પ્રગટ થવું તેનું નામ મોક્ષ કહેવાય. પ્ર.૨૮ દ્રવ્ય જીવ કોને કહેવાય ? પ્ર.૨૮ જે જીવો દ્રવ્ય પ્રાણોને ધારણ કરતા હોય તે જીવોને દ્રવ્ય જીવ કહેવાય છે, અથવા વિષય કષાયાદિ અશુભ પરિણતિવાળો જે આત્મા હોય તે પણ દ્રવ્ય જીવ કહેવાય છે. પ્ર.૨૯ ભાવ જીવ કોને કહેવાય ? ઉ.૨૯ જ્ઞાન-દર્શન અને ચારિત્રની પરિણતિવાળો જે આત્મા તે ભાવ જીવ કહેવાય છે. પ્ર.૩૦ દ્રવ્ય અજીવ કોને કહેવાય છે ? ઉ.૩૦ જે અજીવ દ્રવ્યમાં હજી સુધી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ઉત્પન્ન ન થયા હોય તોપણ થોડા કાળ પછી ઉત્પન્ન થવાના હોય એવો જે અજીવ પદાર્થ તે દ્રવ્ય અજીવ કહેવાય છે. પ્ર.૩૧ ભાવ-અજીવ કોને કહેવાય ? ઉ.૩૧ પુદ્ગલાદિ જે દ્રવ્ય અજીવ છે તે વર્ણાદિ પરિણામથી યુક્ત થાય ત્યારે તે ભાવ અજીવા કહેવાય છે. પ્ર.૩૨ દ્રવ્ય પુણ્ય કોને કહેવાય ? ઉ.૩૨ શુભ કર્મો રૂપ જે પુદ્ગલો હોય છે, તે દ્રવ્ય પુણ્ય કહેવાય છે અથવા ઉપયોગ રહિત સારી. ક્રિયાઓ કરવી તે પણ દ્રવ્ય પુણ્ય કહેવાય છે. પ્ર.૩૩ ભાવ પુણ્ય કોને કહેવાય ? પ્ર.૩૩ શુભ કર્મો રૂપ પુદ્ગલોને બાંધવામાં કારણભૂત જીવનો જે શુભ અધ્યવસાય તે ભાવ પુણ્યા કહેવાય છે અથવા શુભ પરિણામ યુક્ત ધર્મ ક્રિયાઓ કરવી તે પણ ભાવ પુણ્ય કહેવાય છે. પ્ર.૩૪ દ્રવ્ય પાપ કોને કહેવાય છે ? પ્ર.૩૪ અશુભ કર્મોનાં પુદ્ગલો જે જુના બંધાયેલા અને નવા બંધાતા તે દ્રવ્ય પાપ કહેવાય છે. Page 4 of 106 Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૩૫ ભાવ પાપ કોને કહેવાય છે ? ઉ.૩૫ દ્રવ્ય પાપ પેદા કરવામાં સહાયભૂત જે જીવનો અશુભ અધ્યવસાય તે ભાવ પાપ કહેવાય છે. પ્ર.૩૬ દ્રવ્યાશ્રવ કોને કહેવાય ? ઉ.૩૬ શુભ અથવા અશુભ બંને પ્રકારનાં કર્મ પુદ્ગલનું ગ્રહણ કરવું તે દ્રવ્યાશ્રવ કહેવાય છે. પ્ર.૩૭ ભાવાશ્રવ કોને કહેવાય ? ઉ.૩૭ શુભ અથવા અશુભ કર્મ પુદ્ગલોને ગ્રહણ કરવામાં આત્માનો જે શુભ અથવા અશુભ પરિણામ તે ભાવાશ્રવ કહેવાય છે. પ્ર.૩૮ દ્રવ્ય સંવર કોને કહેવાય છે ? ઉ.૩૮ શુભ અથવા અશુભ પુગલોને ગ્રહણ ન કરવા અર્થાત્ તેનું રોકાણ કરવું અથવા સંવરના. પરિણામ રહિત સંવરની ક્રિયાનું અનુષ્ઠાન કરવું તે દ્રવ્ય સંવર કહેવાય છે. પ્ર.૩૯ ભાવ સંવર કોને કહેવાય છે ? ઉ.૩૯ શુભાશુભ કર્મને રોકવામાં કારણભૂત જીવનો જે અધ્યવસાય કહેવાય છે અથવા સંવરના પરિણામ યુક્ત સંવરની જે ક્રિયાઓ કરવી તે ભાવ સંવર કહેવાય છે. પ્ર.૪૦ દ્રવ્ય નિર્જરા કોને કહેવાય છે ? ઉ.૪૦ શુભાશુભ કર્મ પુદ્ગલોને થોડા થોડા નાશ કરવા તે દ્રવ્ય નિર્જરા કહેવાય છે. સારા પરિણામ રહિતની જે શુભ ક્રિયાઓ તે બધી દ્રવ્ય નિર્જરા કહેવાય. પ્ર.૪૧ ભાવ નિર્જરા કોને કહેવાય ? ઉ.૪૧ શુભાશુભ કર્મનાં પુગલોને નાશ કરવાનાં હેતુથી જે ક્રિયાઓ કરવામાં આવે તે ભાવ નિર્જરા અથવા કર્મનો નાશ કરવામાં કારણભૂત આત્માનો જે અધ્યવસાય તે ભાવ નિર્જરા કહેવાય છે. પ્ર.૪૨ અકામ નિર્જરા કોને કહેવાય ? ઉ.૪૨ અજ્ઞાન તપસ્વીઓની અજ્ઞાન કટવાળી જે ક્રિયાઓ તેનાથી થતી જે કર્મની નિર્જરા તે અકામ નિર્જરા કહેવાય છે. જગતના જીવો જ કષ્ટો વેઠે છે તેનાથી જે થોડા ઘણા કર્મો દૂર થાય છે તે અકામ નિર્જરા કહેવાય છે. પ્ર.૪૩ સકામ નિર્જરા કોને કહેવાય ? ઉ.૪૩ આત્મિક ગુણોને પેદા કરવાના હેતુથી નાનામાં નાની જે ધર્મ ક્રિયાઓ કે સારાં અનુષ્ઠાનો કરવામાં આવે તેનાથી જે નિર્જરા થાય તે ભાવ નિર્જરા કહેવાય છે. પ્ર.૪૪ દ્રવ્ય બંધ કોને કહેવાય ? ઉ.૪૪ કામણ વર્ગણાના પુદ્ગલોનો આત્માની સાથે સંબંધ થવો તે દ્રવ્ય બંધ કહેવાય છે. પ્ર.૪૫ ભાવ બંધ કોને કહેવાય ? ઉ.૪૫ દ્રવ્ય બંધના કારણરૂપ જે આત્માનો અધ્યવસાય તે ભાવ બંધ કહેવાય છે. પ્ર.૪૬ દ્રવ્ય મોક્ષ કોને કહેવાય ? ઉ.૪૬ સંપૂર્ણ કર્મનો ક્ષય થવો તે દ્રવ્ય મોક્ષ કહેવાય. પ્ર.૪૭ ભાવ મોક્ષ કોને કહેવાય ? ઉ.૪૭ સંપૂર્ણ કર્મનો ક્ષય થવામાં કારણરૂપ આત્માનો અધ્યવસાય તે ભાવમોક્ષ કહેવાય છે, જેનાથી સર્વ સંવર ભાવ પેદા થાય છે. આવતા કર્મો સંપૂર્ણ પણે રોકાઇ જાય છે અને શેલેસી ભાવ પેદા થાય Page 5 of 106 Page #6 -------------------------------------------------------------------------- ________________ છે. મેરૂ પર્વતની માફ્ક આત્માની નિશ્ચલ અવસ્થા તેને ભાવ મોક્ષ કહેવાય છે. ‘હેય' શબ્દનો અર્થ શો ? તત્ત્વ. ૪.૪૮ ઉઝર પ્ર.૪૯ ઉંઝા પ્ર.૫૦ ઉ.૫૦ પ્ર.૫૧ ઉ.વ પ્ર.૫૨ ઉ.પર હેય એટલે છોડવા લાયક જેટલા પદાર્થો હોય તે બધા હેય કહેવાય છે. ઉપાદેય કોને કહેવાય ? ગ્રહણ કરવા યોગ્ય જેટલા પદાર્થો છે, તે બધા ઉપાય કહેવાય છે. ‘જ્ઞેય' શબ્દનો અર્થ શો છે ? જાણવા લાયક જેટલા પદાર્થો છે, તે બધાને જ્ઞેય કહે છે. નવતત્ત્વોમાં જ્ઞેય તત્ત્વો કેટલાં છે ? કયા કયા ? નવતત્ત્વોમાં બે તત્ત્વો હોય છે. (૧) જીવ તત્ત્વ અને (૨) જીવ તત્ત્વ. નવતત્ત્વોમાં ઉપાદેય તત્વો કેટલાં છે ? ક્યા ક્યા ? નવતત્ત્વોમાં ત્રણ તત્ત્વો ઉપાદેય છે. (૧) સંવર તત્ત્વ (૨) નિર્જરા તત્ત્વ અને (૩) મોક્ષ ૫.૫૬ ઉ.૫૬ પ્ર.૫૩ ઉ.૫૩ આશ્રવ તત્ત્વ. પ્ર.૫૪ પુણ્ય તત્ત્વ હેય શા માટે ગણાય છે ? ઉપર પુણ્ય તત્ત્વ મોક્ષમાર્ગમાં વિઘ્નરૂપ નથી છતાં પણ તે (વળાવા) ભોમિયા સરખું હોવાથી જેમ એક ગામથી બીજા ગામ જવા માટે ચોરાદિથી રક્ષણના કારણે ભોમિયાની જરૂર પડે છે અને ગામ પહોંચ્યા પછી તેને છોડી દેવાય છે, તે રીતે મોક્ષમાર્ગમાં પહોંચાડવામાં ભોમિયા સરખું પુણ્ય તત્ત્વ હેય તરીકે ગણાય છે. નવતત્ત્વોમાં હેય તત્ત્વો કેટલાં છે ? કયા કયા ? નવતત્ત્વોમાં ચાર તત્ત્વો હોય છે. (૧) પુણ્ય તત્ત્વ (૨) પાપ તત્ત્વ (૩) બંધ તત્ત્વ અને (૪) પ્ર.૫૫ આશ્રવ તત્ત્વ હેય શા માટે છે ? ઉ.૫૫ આશ્રવ એટલે કર્મોનું આવવું, એટલે આત્મામાં કર્મોનું આવાગમન થવાથી આત્મિક ગુણો પેદા થતા નથી, તે કારણથી તે આત્મિક ગુણીને રોકનાર હોવાથી તે હેય ગણાય છે, સંવર તથા નિર્જરા એ તત્ત્વ ઉપાદેય શા માટે ? આવતા કર્મોને રોકાણ કરનાર હોવાથી આત્મિક ગુણ પેદા થતા જાય છે, તેથી સંવર તત્ત્વ ઉપાદેય છે અને જુના આવી ગયેલા કર્મોને કાઢવામાં સહાય કરનાર હોવાથી નિર્જરા તત્ત્વ ઉપાદેય છે, પ્ર.૫૭ મોક્ષ તત્ત્વ ઉપાદેય શા માટે છે ? ઉ.૫૭ જીવને શાંતિથી બેસવાની જગ્યા મોક્ષ સિવાય કોઇ ન હોવાથી તે જીવનું ખરૂં સ્વરૂપ કહેવાય છે અને જીવનું ખરૂં સ્વરૂપ પ્રગટ કરવું તે મોક્ષ છે, માટે તે ઉપાદેય કહેવાય છે. પ્ર.૫૮ નવતત્ત્વના સાત તત્ત્વ કઇ રીતે થાય છે ? ઉ.૫૮ નવતત્વનાં સાત તો આ પ્રમાણે થાય છે. શુભ કર્મનો આશ્રવ તે પુણ્ય અને અશુભ કર્મનો આશ્રવ તે પાપ તત્ત્વ કહેવાય છે, માટે આશ્રવ તત્ત્વમાં તે બંને તત્ત્વોનો સમાવેશ થાય છે. તે સાત તત્ત્વો આ પ્રમાણે છે. (૧) જીવ તત્ત્વ (૨) અજીવ તત્ત્વ (૩) આશ્રવ તત્ત્વ (૪) બંધ તત્ત્વ (૫) સંવર તત્ત્વ (૬) નિર્જરા તત્ત્વ અને (૭) મોક્ષ તત્ત્વ ગણાય છે. પ્ર.૫૯ નવતત્ત્વોમાં પાંચ તત્ત્વો કઇ રીતે થાય છે Page 6 of 106 Page #7 -------------------------------------------------------------------------- ________________ ઉ.૫૯ નવતત્ત્વોમાં પાંચ તત્ત્વો આ પ્રમાણે થાય છે. આશ્રવ તત્ત્વ, પુણ્ય તત્ત્વ તથા પાપ તત્વ. આ ત્રણ તત્ત્વો કર્મરૂપ હોવાથી ત્રણેયનો બંધ તત્ત્વમાં સમાવેશ થાય છે, કારણ કે શુભાશુભ કર્મનો બંધ થતો. હોવાથી તેમાં સમાઇ જાય છે અને સંપૂર્ણ નિર્જરા થવાથી મોક્ષ થાય છે, તે કારણથી મોક્ષ તત્ત્વમાં નિર્જરાનો સમાવેશ થવાથી તે તત્ત્વ ઓછું થાય છે, આ કારણથી ચાર તત્ત્વો ઓછા થવાથી પાંચ તત્ત્વો પણ કહી શકાય છે. તે આ પ્રમાણે- (૧) જીવ તત્ત્વ, (૨) અજીવ તત્ત્વ, (૩) બંધ ત્તત્વ, (૪) સંવર તત્ત્વ અને (૫) મોક્ષ તત્ત્વ. પ્ર.૬૦ નવતત્ત્વોનો બે તત્ત્વોમાં સમાવેશ કઇ રીતે થાય છે ? ઉ.૬૦ આશ્રવ, પુણ્ય-પાપ અને બંધ આ ચારેય તત્ત્વો પુદ્ગલ હોવાથી તે ચારેયનો અજીવા તત્ત્વમાં સમાવેશ થાય છે અને સંવર, નિર્જરા અને મોક્ષ એ ત્રણે તત્ત્વો જીવનાં ગુણો પેદા કરનારા હોવાથી તે ત્રણેયનો જીવ તત્ત્વમાં સમાવેશ થઇ જાય છે તેથી જીવ તત્ત્વ અને અજીવ તત્ત્વ એમ બે તત્ત્વો ગણાય છે. પ્ર.૬૧ સાત તત્ત્વોમાં હેય-ૉય-ઉપાદેય તત્ત્વો કેટલા છે ? કયા કયા ? ઉ.૬૧ સાત તત્ત્વોમાં બે તત્ત્વો હેય છે. (૧) આશ્રવ તત્ત્વ અને (૨) બંધ તત્વ. સાત તત્વોમાં ત્રણ તત્ત્વો ઉપાદેય છે, (૧) સંવર તત્ત્વ (૨) નિર્જરા તત્ત્વ અને (૩) મોક્ષ તત્વ. સાત તત્ત્વોમાં બે તત્ત્વો ોય છે. (૧) જીવ તત્વ અને (૨) અજીવ તત્ત્વ. પ્ર.૬૨ પાંચ તત્ત્વોમાં હેય, ઉપાદેય, ડ્રેય તત્ત્વો કેટલાં છે ? કયા કયા ? ઉ.૬૨ પાંચ તત્ત્વોમાં બે તત્ત્વો જ્ઞય છે. (૧) જીવ તત્ત્વ (૨) અજીવ તત્ત્વ, પાંચ તત્વોમાં બે ઉપાદેય છે. (૧) સંવર તત્ત્વ અને (૨) મોક્ષ તત્ત્વ, પાંચ તત્વોમાં એક તત્ત્વ હેય છે. (૧) બંધ તત્ત્વ. પ્ર.૬૩ બે તત્ત્વોમાં હેય-શેય-ઉપાદેય તત્ત્વો કેટલા છે ? કયા કયા ? ઉ.૬૩ બે તત્ત્વોમાં શેય તત્ત્વો બે છે. (૧) જીવ તત્ત્વ અને (૨) અજીવ તત્ત્વ. ઉપાદેય તથા હેય. તત્ત્વ એક પણ નથી. પ્ર.૬૪ નવ તત્તામાં જીવ તત્ત્વ કેટલાં છે ? કયા કયા ? ઉ.૬૪ નવ તત્ત્વોમાં ચાર તત્ત્વો જીવ તત્ત્વ કહેવાય છે. (૧) જીવતત્ત્વ (૨) સંવર તત્ત્વ (૩) નિર્જરા તત્ત્વ અને (૪) મોક્ષ તત્વ. પ્ર.૬૫ નવ તત્ત્વોમાં અજીવ તત્ત્વો કેટલાં છે ? કયા કયા ? ઉ.૬૫ નવ તત્ત્વોમાં અજીવ તત્ત્વો પાંચ છે. (૧) અંજીવ તત્ત્વ, (૨) પુણ્ય તત્ત્વ, (૩) પાપ તત્વ, (૪) બંધ તત્ત્વ અને (૫) આશ્રવ તત્ત્વ. પ્ર.૬૬ સાત તત્ત્વોમાં જીવ તત્ત્વો તથા અજીવ તત્ત્વો કેટલાં છે ? કયા કયા ? ઉ.૬૬ સાત તત્ત્વોમાં જીવ તત્ત્વરૂપ ચાર છે. (૧) જીવ તત્ત્વ, (૨) સંવર તત્ત્વ, (3) નિર્જરા તત્ત્વ અને (૪) મોક્ષ તત્ત્વ. સાત તત્ત્વમાં ત્રણ તત્ત્વ અજીવ તત્ત્વરૂપ છે. અજીવ તત્ત્વ (૨) આશ્રવ તત્ત્વ, (૩) બંધ તત્વ. પ્ર.૬૭ પાંચ તત્ત્વમાં જીવતત્વ તથા અજીવ તત્વ કેટલાં કેટલાં છે ? કયા કયા ? ઉ.૬૭ પાંચ તત્ત્વમાં જીવ તત્વ ત્રણ છે. (૧) જીવ તત્ત્વ, (૨) સંવર તત્ત્વ, (૩) મોક્ષ તત્વ. પાંચ તત્ત્વમાં અજીવ તત્ત્વ એ છે. (૧) અજીવ તત્ત્વ, (૨) બંધ તત્ત્વ. પ્ર.૬૮ બે તત્ત્વમાં જીવતત્ત્વ તથા અજીવ તત્ત્વ કેટલા કેટલા છે ? કયા કયા ? ઉ.૬૮ બે તત્ત્વમાં એક જીવ તત્વ જીવ રૂપ છે અને એક અજીવ તત્વ અજીવ રૂપે છે. Page 7 of 106 Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્ર નવ તત્તમાં રૂપી તત્ત્વો કેટલાં છે ? ઉ. નવ તત્ત્વમાં પાંચ તત્ત્વો રૂપી છે. (૧) અજીવ તત્ત્વ, (૨) પુણ્ય તત્ત્વ, (૩) પાપ તત્ત્વ, (૪) આશ્રવ તત્ત્વ અને (૫) બંધ તત્ત્વ. ૫.૭૦ નવ તત્ત્વોમાં અરૂપી તત્ત્વો કેટલાં છે ? ઉ.૭૦ નવ તત્ત્વોમાં અરૂપી તત્ત્વો પાંચ છે. (૧) જીવ તત્ત્વ, (૨) અજીવ તત્ત્વ, (૩) સંવર તત્ત્વ, (૪) નિર્જરા તત્ત્વ અને (૫) મોક્ષ તત્ત્વ, ૪.૭૧ રૂપી તથા અરૂપી કોને કહેવાય ? ઉ. વ જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ ચારેય રહેલા છે તે રૂપી કહેવાય છે. જેમાં રૂપાદિ ચાર ન હોય તે અરૂપી કહેવાય છે. પ્ર.૭૨ અજીવ તત્ત્વ રૂપી-અરૂપી શા માટે ગણાય છે ? ઉ.ગુર અજીવ તત્ત્વનાં ઉત્તર ભેદોમાં જે પુદ્ગલ દ્રવ્ય આવશે તે રૂપી છે અને તે સિવાયના દ્રવ્યો આવશે તે અરૂપી છે તે કારણથી બંને ભેદો ગણાય છે. 8.93 જીવ તત્ત્વ રૂપી કે અરૂપી ? 6.93 સંસારી જીવોની અપેક્ષાએ કર્મનાં સંગવાળો જીવ હોવાથી રૂપીમાં ગણાય છે, કર્મનો નાશ થઇ જવાથી જીવનું પોતાનું સ્વરૂપ પ્રગટ થતું હોવાથી જીવ પોતે અરૂપી છે, તે અપેક્ષાએ અહીંયા રૂપીમાં ગણેલ છે. ૫.૭૪ જીવ તત્ત્વ હેય-જ્ઞેય ઉપાદેયમાંથી નવ-સાત-પાંચ અને બે તત્ત્વોમાંથી તથા જીવ-અજીવ ભેદમાંથી, રૂપી અરૂપી ભેદમાંથી કયા કયા ભેદવાળા છે ? ઉં.૪ જીવ તત્ત્વ જ્ઞેય છે, હેય-ઉપાદેય નથી. જીવ તત્ત્વ નવ-પાંચ-સાત અને બે એમ દરેક તત્ત્વોના ભેદમાં આવે છે. જીવ તત્ત્વ જીવ રૂપે છે અને જીવ તત્ત્વ અરૂપી છે. ૫.૭૫ અજીવ તત્ત્વ હેય, જ્ઞેય, ઉપાદેયમાંથી નવ-પાંચ-સાત અને બે તત્ત્વોમાંથી તથા જીવ અજીવમાંથી અને રૂપી અરૂપીમાંથી કયા કયા ભેદમાં છે ? અજીવ તત્ત્વ હોય છે. બઘા ભેદવાળા તત્ત્વોમાં છે. અજીવ તત્ત્વ અજીવ છે, અને રૂપી અરૂપી ઉ.૭૫ બંને છે. પ્ર.૭૬ પુણ્યતત્ત્વ જ્ઞેય-હેય-ઉપાદેય, નવ-પાંચ-સાત-બે-રૂપી-અરૂપી-જીવ-અજીવમાંથી કયા કયા તત્ત્વમાં ગણાય છે ? ૩૬૬ પુણ્ય તત્ત્વ હોય છે, રૂપી છે, અજીવ છે અને નવ તત્ત્વમાં આવે છે. પ્ર.૭૭ પાપ તત્ત્વ હેય જ્ઞેય ઉપાદેય નવ-પાંચ, સાત બે ભેદમાંથી રૂપી-અરૂપી જીવ અજીવ ભેદોમાંથી કયા ભેદમાં ગણાય છે ? 6.99 પાપ તત્ત્વ હેય છે. નવ તત્ત્વના ભેદમાં છે, અજીવ છે અને રમરૂપી છે. પ્ર.૭૮ આશ્રવ તત્ત્વ હેય-જ્ઞેય-ઉપાદેય, નવ-સાત પાંચ અને બે ભેદમાંથી રૂપી-અરૂપી ભેદમાંથી જીવ-અજીવમાંથી કયા ભેદમાં ગણાય છે ? ઉ આશ્રવ તત્ત્વ હેય છે. નવ અને સાત ભેોમાં ગણાય છે, રૂપી છે તથા અજીવ સ્વરૂપે છે, સંવરતત્ત્વ હેય-જ્ઞેય-ઉપાદેયમાંથી, નવ-સાત-પાંચ બે તત્ત્વોમાંથી, રૂપી-અરૂપી-જીવ-અજીવમાંથી કયા ભેદોમાં ગણાય છે ? પ્ર.૭૯ Page 8 of 106 Page #9 -------------------------------------------------------------------------- ________________ ઉ. અને અરૂપી છે. ૫.૮૦ નિર્જરા તત્ત્વ હેય-જ્ઞેય-ઉપાદેયમાંથી નવ-સાત-પાંચ અને બે તોમાંથી રૂપી-અરૂપી જીવ-અજીવમાંથી કયા ભેદોમાં ગણાય છે ? 6.co નિર્જરા તત્ત્વ ઉપાય છે, અરૂપી છે, જીવ છે, નવ અને સાત તત્ત્વોના ભેદોમાં આવે છે. પ્ર.૮૧ બંધ તત્ત્વ હેય-જ્ઞેય-ઉપાદેયમાંથી નવ-સાત-પાંચ અને બે તત્ત્વોમાંથી, રૂપી-અરૂપી જીવ-અજીવમાંથી કયા ભેદોમાં ગણાય છે ? . ઉંટવ બંધ તત્ત્વ ોય છે, બંધ તત્ત્વ નવ-પાંચ-સાત ભેદોમાં ગણાય છે. અજીવ છે. રૂપી છે. પ્ર.૮૨ મોક્ષ તત્ત્વ હેય-જ્ઞેય ઉપાદેયમાંથી, નવ-પાંચ સાત બે ભેદોના પ્રકારોમાંથી રૂપી-અરૂપી, જીવ-અજીવ ભેદોમાંથી કયા કયા ભેદોમાં આવે છે ? ઉ.૮૨ મોક્ષ તત્ત્વ ઉપાદેય છે, મોક્ષ તત્ત્વ, નવ-સાત-પાંચ ભેદોના પ્રકારોમાં આવે છે, મોક્ષ-તત્ત્વ જીવ સ્વરૂપે છે, માટે જીવમાં છે. મોક્ષ તત્ત્વ અરૂપી છે. વસ પઝલ્સ વાયા-લીસા, વાસીા કુંતિ વાયાલા | સત્તાવાં ધારરા વઢે નવ છોયા મેસિ તાશા , ભાવાર્થ :- ૧૪-૧૪-૪૨-૮૨-૪૨-૫૭-૧૨-૪ તથા ૯ એમ અનુક્રમે નવતત્ત્વના ભેદો થાય છે. જીવ તત્ત્વના ઉત્તર ભેદો કેટલા કહ્યા છે ? જીવ તત્ત્વના ઉત્તર ભેદો ૧૪ કહ્યા છે. પ્ર.૮૩ ઉ,૮૩ પ્ર.૮૪ ઉ.૮૪ અજીવ તત્ત્વના ઉત્તર ભેદો કેટલા કહ્યા છે ? અજીવ તત્ત્વના ઉત્તર ભેદો ૧૪ કહ્યા છે. પુણ્ય તત્તના ઉત્તર ભેદો કેટલા કહ્યા છે ? પુણ્ય તત્ત્વના ઉત્તર ભેદો બેંતાલીસ (૪૨) કહ્યા છે. પાપ તત્ત્વના ઉત્તર ભેદો કેટલા કહ્યા છે ? પાપ તત્ત્વના ઉત્તર ભેદો બ્યાસી (૮૨) કહ્યા છે. આશ્રવ તત્ત્વના ઉત્તર ભેદો કેટલા કહ્યા છે ? આશ્રવ તત્ત્વના ઉત્તર ભેદો બૈતાલીશ (૪૨) કહ્યા છે. સંવર તત્ત્વના ઉત્તર ભેદો કેટલા કહ્યા છે ? સંવર તત્ત્વના ઉત્તર ભેદો સત્તાવન (૫) કથા છે. પ્ર.૮૯ નિર્જરા તત્ત્વના ઉત્તર ભેદો કેટલા કયા છે ? નિર્જરા તત્ત્વના ઉત્તર ભેદો બાર (૧૨) કહ્યા છે. ઉ.૮૯ ૪.૯૦ બંધ તત્ત્વના કેટલા ભેદો કહ્યા છે ? B.Ed બંધ તત્ત્વના ચાર (૪) ભેદો કહ્યા છે. ૫.૯૧ મોક્ષ તત્વના કેટલા ભેદો કહ્યા છે ? ઉ.૯૧ મોક્ષ તત્ત્વના ઉત્તર ભેદો નવ (૯) કહ્યા છે. નવું તત્ત્વોના ઉત્તર ભેદો કેટલા થાય છે ? ૪.૯૨ ઉ-૨ પ્ર.૮૫ ઉ.૮૫ સંવર તત્ત્વ ઉપાદેય છે. નવ-સાત-પાંચ ભેદોના તત્ત્વોમાં આવે છે, સંવર તત્ત્વ જીવ રૂપે છે પ્ર.૮૬ ઉ.૮૬ ૫.૮૭ ઉ.૮૭ પ્ર.૮૮ ઉર નવે તત્ત્વોના ઉત્તર ર્મા ૨૬૬ થાય છે, તે આ પ્રમાણે, જીવ-૧૪, અજીવ-૧૪, પણ્ડના-૪૨, Page 9 of 106 Page #10 -------------------------------------------------------------------------- ________________ પાપ-૮૨, આશ્રવ-૪૫, સંવર-૫૭, નિર્જરા-૧૨, બંધ-૪ અને મોક્ષના ૯ સર્વ મળી ર૭૬ ઉત્તર ભેદો થાય છે. પ્ર.૯૩ નવ તત્ત્વના ઉત્તર ભેદો ૨૭૬ છે, તેમાં હેયના ભેદો કેટલા છે ? ઉ.૯૩ નવ તત્ત્વના ઉત્તર ભેદો ર૭૬માં એકસોને સીત્તેર (૧૦૦) ભેદ હેયના થાય છે. પુણ્ય તત્ત્વના ૪૨ ભેદ, પાપ તત્ત્વના ૮૨ ભેદ, આશ્રવ તત્ત્વના ૪૨ ભેદ તથા બંધ તત્ત્વના-૪ ભેદ એમ કુલ ૧૭૦ ભેદ હેયના થાય છે. પ્ર.૯૪ નવ તત્ત્વના ઉત્તર ભેદો ૨૭૬ છે, તેમાં ઉપાદેયના કેટલા ભેદો થાય છે ? ઉ.૯૪ નવ તત્ત્વના ૨૭૬ ભેદોમાં ઉપાદેયના-૭૮ ભેદો છે. સંવર તત્ત્વના-પ૭, નિર્જરા તત્ત્વના-૧૨, મોક્ષ તત્ત્વના ૯ ભેદ, કુલ ઉપાદેયના-૭૮ ભેદ થાય છે. પ્ર.૯૫ નવ તત્ત્વના ૨૭૬ ભેદોમાં ડ્રેય તત્ત્વોના કેટલા ભેદો થાય છે ? ઉ.૫ નવ તત્ત્વના ૨૭૬ ભેદોમાં ૨૮ તત્ત્વો ડ્રેય તત્ત્વના થાય છે. જીવ તત્ત્વના-૧૪ તથા અજીવા તત્ત્વના-૧૪ ભેદ મળી કુલ શેયના ૨૮ થાય છે. પ્ર.૯૬ નવ તત્ત્વના ૨૭૬ ભેદોમાં જીવના ભેદો કેટલા થાય છે ? ઉ.૯૬ નવતત્ત્વના ૨૭૬ ભેદોમાં જીવના ૯૨ ભેદો થાય છે, તે આ પ્રમાણે-જીવતત્ત્વના ૧૪ ભેદ જીવા રૂપ છે, સંવર તત્ત્વના પ૭ ભેદ જીવરૂપ છે. નિર્જરા તત્ત્વનાં ૧૨ ભેદ જીવરૂપ છે, મોક્ષ તત્ત્વના ૯ ભેદ જીવરૂપ. છે, કુલ જીવરૂપ ભેદો ૯૨ થાય છે. પ્ર.૯૭ નવ તત્ત્વના ૨૭૬ ભેદોમાં અજીવરૂપ કેટલા ભેદો થાય છે ? અને કયા કયા ? ઉ.૯૭ નવ તત્વના ૨૭૬ ભેદોમાં ૧૮૪ ભેદો અજીવ રૂપ છે, તે આ પ્રમાણે-અજીવ તત્વના ૧૪, પુણ્યતત્ત્વના ૪૨ ભેદ, પાપ તત્ત્વના ૮૨ ભેદ આશ્રવ તત્ત્વના ૪૨ ભેદ, બંધ તત્ત્વના ૪ ભેદ, એમ કુલા અજીવ રૂપ ૧૮૪ ભેદો છે. પ્ર.૯૮ નવ તત્ત્વના ૨૭૬ ભેદોમાં અરૂપીના કેટલા ભેદો થાય છે ? કયા કયા ? | ઉ.૯૮ અરૂપીના ૧૦૨ ભેદો થાય છે. જીવ તત્ત્વના ૧૪, અજીવતત્ત્વના ૧૦, સંવર તત્ત્વના પ૭, નિર્જરા તત્ત્વના ૧૨ ભેદો, મોક્ષ તત્ત્વના ૯ ભેદો એમ કુલ અરૂપી ૧૦૨ ભેદો થાય છે. પ્ર.૯૯ ૨૭૬ ભેદોમાં રૂપીના કેટલા ભેદો થાય છે ? અને કયા કયા ? ઉ.૯૯ ૨૭૬ ભેદોમાં રૂપીના ૧૭૪ ભેદો થાય છે, તે આ પ્રમાણે-અજીવતત્ત્વના-૪, પુણ્ય તત્ત્વના ૪૨, પાપ તત્ત્વના ૮૨, આશ્રવ તત્ત્વના ૪૨, બંધ તત્ત્વના ૪, એમ કુલ ૧૭૪ રૂપીના ભેદો થાય છે. પ્ર.૧૦૦ જીવરૂપ જે ૯૨ ભેદો છે, તેમાં હેય, શેય અને ઉપાદેયના કેટલા કેટલા ભેદો છે ? ઉ.૧૦૦ જીવના ૯૨ ભેદો છે, તેમાં શેય તત્ત્વના ૧૪ ભેદો છે. હેયનો એક પણ ભેદ નથી તથા ઉપાદેયના ૭૮ ભેદો છે. પ્ર.૧૦૧ જીવનાં ૯૨ ભેદો છે, તેમાં રૂપી-અરૂપીના કેટલા ભેદો થાય છે ? ઉ.૧૦૧ જીવના ૯૨ ભેદોમાં રૂપીનો એક પણ ભેદ હોતો નથી અને અરૂપીના ૯૨ ભેદો થાય છે. પ્ર.૧૦૨ અજીવના ૧૮૪ ભેદો છે, તેમાં હેય-શૈય-ઉપાદેયના કેટલા ભેદો થાય છે ? ઉ.૧૦૨ અજીવના ૧૮૪ ભેદોમાં શેયના ૧૪, અજીવ તત્ત્વમાં ઉપાદેયનો એક પણ ભેદ હોતો નથી. હેયનાં પુણ્ય તત્ત્વ, પાપ તત્ત્વ અને આશ્રવ તત્ત્વના થઇને તથા બંધ તત્ત્વના એમ કુલ ૧૭૦ ભેદો થાય. પ્ર.૧૦૩ અજીવના ૧૮૪ ભેદોમાં રૂપી તથા અરૂપી કેટલા કેટલા છે ? ઉ.૧૦૩ અજીવના ૧૮૪ ભેદોમાં અજીવ તત્ત્વના ૧૦ ભેદો અરૂપીના છે, બાકીના ૧૭૪ ભેદો રૂપી Page 10 of 106 Page #11 -------------------------------------------------------------------------- ________________ થાય છે. અજીવતત્ત્વના ૪, પુણ્ય-પાપ-આશ્રવ તથા બંધ તત્ત્વના ૧૭૦ એમ કુલ ૧૭૪ થાય છે. પ્ર.૧૦૪ રૂપીના ૧૭૪ ભેદોમાં જીવ-અજીવના કેટલા કેટલા ભેદો હોય છે ? ઉ.૧૦૪ રૂપીના ૧૭૪ ભેદોમાં જીવનો એક પણ ભેદ હોતો નથી, બધા અજીવના જ હોય છે. પ્ર.૧૦૫ રૂપીના ૧૭૪ ભેદોમાં હેય-ૉય તથા ઉપાદેયના કેટલા કેટલા ભેદો હોય છે ? ઉ.૧૦૫ રૂપીના ૧૭૪ ભેદોમાં શેયના ૪ ભેદો અજીવતત્ત્વના હોય છે, ઉપાદેયનો એક પણ ભેદ હોતો. નથી, હેયના ૧૭૦ ભેદ હોય છે. પ્ર.૧૦૬ અરૂપીના ૧૦૨ ભેદોમાં જીવ-અજીવના કેટલા કેટલા ભેદો હોય છે ? ઉ.૧૦૬ અરૂપીના ૧૦૨ ભેદોમાં જીવના ૯૨ ભેદો હોય છે. અજીવ તત્ત્વના ૪ છોડીને અજીવના ૧૦ ભેદો અરૂપીમાં હોય છે. પ્ર.૧૦૭ અરૂપીના ૧૦૨ ભેદોમાં હેય-શેય અને ઉપાદેયના કેટલા ભેદો હોય છે ? ઉ.૧૦૭ અરૂપીના ૧૦૨ ભેદોમાં શેયના દશ ભેદો અજીવ તત્ત્વના હોય છે. હેયનો એક પણ ભેદ હોતો નથી. ઉપાદેયના ૯૨ ભેદો અરૂપીના હોય છે. પ્ર.૧૦૮ હેયના ૧૭૦ ભેદોમાં જીવ-અજીવ રૂપના કેટલા કેટલા ભેદો હોય છે ? ઉ.૧૦૮ હેયના ૧૭૦ ભેદોમાં જીવનો એક પણ ભેદ હોતો નથી. બધા અજીવના જ છે. પ્ર.૧૦૯ શેયના ૨૮ ભેદોમાં જીવ-અજીવના કેટલા કેટલા ભેદો હોય છે ? ઉ.૧૦૯ શેયના ૨૮ ભેદોમાં જીવના ૧૪ તથા અજીવના ૧૪ ભેદો હોય છે. પ્ર.૧૧૦ ઉપાદેયના ૭૮ ભેદોમાં જીવ-અજીવના કેટલા કેટલા ભેદો હોય છે ? ઉ.૧૧૦ ઉપાદેયના ૭૮ ભેદોમાં અજીવનો એક પણ ભેદ હોતો નથી, બધા જીવનાં જ હોય છે. પ્ર.૧૧૧ હેયના ૧૭૦ ભેદોમાં રૂપી-અરૂપી કેટલા કેટલા ભેદો હોય છે ? ઉ.૧૧૧ હેયના ૧૭૦ ભેદોમાં અરૂપીનો એક પણ ભેદ હોતો નથી, બધા રૂપીના હોય છે. પ્ર.૧૧૨ શેયના ૨૮ ભેદોમાં રૂપી-અરૂપીના કેટલા કેટલા ભેદો હોય છે ? ઉ.૧૧૨ શેયના ૨૮ ભેદોમાં ૨૪ અરૂપીના ભેદો હોય છે. ચાર રૂપીના હોય છે. અજીવ તત્વના પુગલનાં ચાર, પ્ર.૧૧૩ ઉપાદેયના ૭૮ ભેદોમાં રૂપી-અરૂપીના કેટલા કેટલા ભેદો હોય છે ? ઉ.૧૧૩ ઉપાદેયના ૭૮ ભેદોમાં રૂપીનો એક પણ ભેદ હોતો નથી, બધા અરૂપીના જ ભેદો છે. પ્ર.૧૧૪ જીવ તત્ત્વના ૧૪ ભેદો રૂપી-અરીપ જીવ-અજીવ હેય-શેય ઉપાદેયમાંથી શેમાં શેમાં આવે છે ? ઉ.૧૧૪ જીવ તત્ત્વના ૧૪ ભેદો અરૂપી છે, જીવ છે તથા જ્ઞય છે. પ્ર.૧૧૫ અજીવ તત્ત્વના ૧૪ ભેદો રૂપી-આદિ ભેદોમાંથી કયા કયા ભેદોમાં આવે છે ? ઉ.૧૧૫ અજીવ તત્ત્વના પહેલા દશ ભેદ અરૂપી છે અને બાકીના ચાર રૂપી છે. અજીવના ૧૪ ભેદ અજીવ છે, તથા જ્ઞેય છે. પ્ર.૧૧૬ પુણ્ય તત્ત્વના ૪૨ ભેદો રૂપી આદિ ભેદોમાંથી કયા કયા ભેદોમાં આવે છે ? ઉ.૧૧૬ પુણ્ય તત્ત્વના ૪૨ ભેદો રૂપી છે, અજીવ છે. તથા હેય છે. પ્ર.૧૧૭ પાપ તત્ત્વના ૮૨ ભેદોનો રૂપી આદિ ભેદોમાંથી કયા કયા ભેદોમાં સમાવેશ થાય છે Page 11 of 106 Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉ.૧૧૭ પાપ તત્ત્વના ૮૨ ભેદો રૂપી છે, અજીવ છે, તથા હેય છે. પ્ર.૧૧૮ આશ્રવ તત્ત્વના ૪૨ ભેદો રૂપો-આદિ ભેદોમાંથી કયા કયા ભેદો આવે છે ? ઉ.૧૧૮ આશ્રવ તત્ત્વના ૪૨ ભેદો રૂપી છે, અજીવ છે. તથા હેય છે. પ્ર.૧૧૯ સંવર તત્ત્વના ૫૭ ભેદો રૂપી આદિ ભેદોમાંથી કયા કયા ભેદોમાં જણાય છે ? ઉ.૧૧૯ સંવર તત્ત્વના પ૭ ભેદો અરૂપી છે, જીવ છે તથા ઉપાદેય છે. પ્ર.૧૨૦ નિર્જરા તત્ત્વના ૧૨ ભદોનો રૂપી આદિ ભેદોમાંથી કયા કયા ભેદોમાં સમાવેશ થાય છે ? ઉ.૧૨૦ નિર્જરા તત્ત્વના ૧૨ ભેદો અરૂપી છે, જીવ છે તથા ઉપાદેય છે. પ્ર.૧૨૧ બંધ તત્ત્વના ૪ ભેદોનો રૂપી આદિ કયા કયા ભેદોમાં સમાવેશ થઇ શકે ? ઉ.૧૨૧ બંધ તત્ત્વના ૪ ભેદો રૂપી છે, અજીવ છે તથા હેય છે. પ્ર.૧૨૨ માક્ષ તત્ત્વના ૯ ભેદોનો રૂપી આદિ ભેદોમાં કયા કયામાં સમાવેશ થાય છે ? ઉ.૧૨૨ મોક્ષ તત્ત્વના ૯ ભેદો અરૂપી છે. જીવ છે તથા ઉપાદેય છે. પ્ર.૧૨૩ સાત તત્ત્વો કહેલા છે, તે પ્રમાણે કયા કયા તત્ત્વના કેટલા કેટલા ભેદ થઇ શકે ? ઉ.૧૨૩ સાત તત્ત્વના ભેદો આ પ્રમાણે છે. જીવ-તત્વના ૧૪, અજીવ તત્ત્વના-૧૪, આથવા તત્વના-૧૬૬, સંવર તત્ત્વના-પ૭, બંધ તત્ત્વના-૪, નિર્જરા-૧૨, મોક્ષ તત્ત્વના-૯. પ્ર.૧૨૪ પાંચ તત્ત્વના કેટલા કેટલા ભેદો છે ? ઉ.૧૨૪ જીવ તત્વના-૧૪, અજીવ તત્પના-૧૪, બંધના-૧૭૦, સંવર તત્વના-પ૭, મોક્ષ તત્વના-૨૧ ભેદો થાય છે. પ્ર.૧૨૫ બે તત્ત્વોનાં કેટલા ભેદો થાય છે ? ઉ.૧૨૫ બે તત્ત્વોમાં-જીવ તત્ત્વનાં ૯૨ ભેદ અને અજીવ તત્ત્વના ૧૮૪ ભેદો ગણાય છે. સંસારી જીવોની જુદી જુદી અપેક્ષાઓ - अगविह दुविह तिविहा, चउविहा पंच छविहा जीवा । વેય તરસ ચરહિં, વેચ- ર0-91ોહિં Il3II ભાવાર્થ - એક પ્રકારે ચેતનાવાળા, બે પ્રકારે બસ અને સ્થાવર, ત્રણ પ્રકારે ત્રણ વેદવાળા, ચાર પ્રકારે ચાર ગતિવાળા, પાંચ પ્રકારે પાંચ ઇન્દ્રિયવાળા, છ પ્રકારે છ કાયવાળા, એમ વિવક્ષાથી જીવો છો પ્રકારના પણ કહેવાય છે. પ્ર.૧૨૬ સંસારી સઘળાય જીવો એક પ્રકારના કઇ અપેક્ષાએ હોય છે ? ઉ.૧૨૬ સઘળા સંસારી જીવો ચેતનાવાળા હોવાથી દરેક જીવોનું ચેતના સ્વરૂપ હોવાથી તે એક પ્રકારના કહેવાય છે. પ્ર.૧૨૭ બે પ્રકારના સંસારી જીવો કઇ રીતે જાણી શકાય ? ઉ.૧૨૭ સંસારી સઘળા જીવોમાં કેટલાક જીવો ત્રસ નામના કર્મના ઉદયવાળા હોવાથી તે જીવો ત્રસ કહેવાય છે, તથા સંસારી ઘણા જીવો સ્થાવર નામ કર્મના ઉદયવાળા હોવાથી સ્થાવર જીવો કહેવાય છે, માટે બસ અને સ્થાવર એમ બે પ્રકારના સંસારી જીવો કહી શકાય. પ્ર.૧૨૮ ત્રણ પ્રકારના સંસારના જીવોની વિવક્ષા કઇ રીતે થઇ શકે ? Page 12 of 106 Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉ.૧૨૮ સંસારી સઘળા જીવોમાં થોડા ભાગના જીવો પુરુષ વેદના ઉદયવાળા હોવાથી પુરુષ વેદવાળા કહેવાય છે, તેનાથી ઘણા પ્રમાણમાં સ્ત્રીવેદના ઉદયવાળા સંસારી જીવો હોવાથી તે જીવો સ્ત્રીવેદવાળા કહેવાય છે અને તેના કરતાં ઘણાં મોટા પ્રમાણમાં સંસારી જીવો નપુંસક વેદના ઉદયવાળા હોવાથી નપુંસક કહેવાય છે. આ રીતે ત્રણ વેદની અપેક્ષાએ વિચારીએ તો સંસારી જીવો ત્રણ પ્રકારના હોય છે. પ્ર.૧૨૯ ચાર પ્રકારના સંસારી જીવોની વિવક્ષા કઇ રીતે થાય છે ? ઉ.૧૨૯ સઘળા સંસારી જીવોમાં થોડા જીવો મનુષ્યગતિના ઉદયવાળા હોવાથી મનુષ્યો કહેવાય છે. ઘણાં જીવો નરક ગતિના ઉદયવાળા હોવાથી નારકીના જીવો કહેવાય છે. ઘણાં દેવ ગતિનાં ઉદયવાળા હોવાથી તેઓ દેવપણાએ ઓળખાય છે, તથા ઘણાં જીવો તિર્યંચ ગતિના ઉદયવાળા હોવાથી તિર્યચપણાએ કહેવાય છે, માટે ચાર ગતિની અપેક્ષાએ સંસારી સઘળા જીવો ચાર પ્રકારના કહેવાય છે. પ્ર.૧૩૦ સંસારી જીવો પાંચ પ્રકારે હોય છે, તે કઇ રીતે જાણી શકાય ? ઉ.૧૩૦ કેટલાક સંસારી જીવો એકેન્દ્રિયવાળા હોય છે, કેટલાક સંસારી જીવો બેઇન્દ્રિયવાળા હોય છે, કેટલાક સંસારી જીવો ત્રણ ઇન્દ્રિયવાળા હોય તે તેઇન્દ્રિય કહેવાય છે, કેટલાક સંસારી જીવો ચાર ઇન્દ્રિયવાળા હોય છે તે ચઉરીન્દ્રિય કહેવાય છે અને કેટલાક પાંચ ઇન્દ્રિયવાળા હોવાથી પંચેન્દ્રિય જીવો. કહેવાય છે. આ રીતે સર્વ સંસારી જીવોનો પાંચ ઇન્દ્રિયના ભેદમાં સમાવેશ થવાથી સંસારી જીવો પાંચા પ્રકારના પણ કહી શકાય છે. પ્ર.૧૩૧ સંસારી જીવો છ પ્રકારના કઇ રીતે જાણી શકાય છે ? ઉ.૧૩૧ છ પ્રકારના સંસારી જીવોની વિચારણા કરીએ તો કેટલાક સંસારી જીવો પૃથ્વીકાય છે. કેટલાક સંસારી જીવો અપકાય છે, કેટલાક તેઉકાય છે, કેટલાક વાઉકાય છે, કેટલાક વનસ્પતિકાય રૂપ છે અને કેટલાક સંસારી જીવો ત્રસકાય રૂપ હોવાથી સઘળા સંસારી જીવોનો આ છએ પ્રકારમાં સમાવેશ થતો હોવાથી છ પ્રકારના પણ કહેવાય છે. પ્ર.૧૩૨ ત્રસ જીવો ત્રણ વેદમાંથી કયા વેદવાળા હોય છે ? ચાર ગતિમાંથી કેટલી ગતિવાળા હોય છે ? પાંચ ઇન્દ્રિયમાંથી કેટલી ઇન્દ્રિયવાળા હોય છે તથા છ કાયમાંથી કેટલી કાયવાળા હોય છે ? ઉ.૧૩૨ ત્રસ જીવો ત્રણેય વેદવાળા હોય છે ચારેય ગતિવાળા હોય છે, પાંચેય ઇન્દ્રિયવાળા હોય છે, તથા છ કાયમાંથી એક ત્રસકાયવાળા જ હોય છે. પ્ર.૧૩૩ સ્થાવર જીવો ત્રણ વેદ, ચાર ગતિ, પાંચ ઇન્દ્રિય તથા છ કાય આટલા ભેદોમાંથી કયા કયા ભેદોમાં હોય છે ? ઉ.૧૩૩ સ્થાવર જીવો નપુંસક વેદ એમ એક જ વેદવાળા હોય છે. તિર્યંચ ગતિવાળા હોય છે, એક ઇન્દ્રિયવાળા હોય છે. તથા પૃથ્વીકાયાદિ પાંચ કાયવાળા હોય છે. પ્ર.૧૩૪ નપુંસક વેદવાળા જીવો, સંસારી જીવોમાં બે પ્રકા-ત્રણ-ચાર-પાંચ અને છા પ્રકારમાંથી કયા કયા પ્રકારમાં આવેલા છે ? ઉ.૧૩૪ નપુંસક વેદવાળા જીવો બે પ્રકારના જીવોમાં બંને પ્રકારમાં આવેલા છે. ત્રણ પ્રકારમાંથી નપુંસક વેદમાં જ આવે છે. ચાર પ્રકારમાંથી નરક-તિર્યંચ અને મનુષ્ય ત્રણ ગતિના ભેદોમાં જ હોય છે. પાંચ પ્રકારમાંથી પાંચેય પ્રકારમાં તથા છ પ્રકારના જીવોમાંથી છ એ છ પ્રકારમાં આવે છે. પ્ર.૧૩૫ પુરુષ વેદવાળા જીવો કયા કયા પ્રકારમાં ઘટી શકે છે ? Page 13 of 106 Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉ.૧૩૫ પુરુષ વેદવાળા ત્રસ જીવોમાં, પુરુષ વેદમાં, મનુષ્ય, તિર્યંચ તથા દેવગતિમાં, પંચેન્દ્રિયમાં તથા ત્રસકાયમ ઘટે છે, બીજા ભેદોમાં ઘટતા નથી. પ્ર.૧૩૬ સ્ત્રી વેદવાળા જીવો કયા કયા ભેદોમાં ઘટી શકે છે ? ઉ.૧૩૬ સ્ત્રી વેદવાળા જીવો ત્રસ હોય છે. સ્ત્રીવેદી હોય છે. મનુષ્ય, તિર્યંચ-દેવગતિવાળા હોય છે. પંચેન્દ્રિય હોય છે તથા ત્રસકાયવાળા હોય છે. પ્ર.૧૩૭ નરક ગતિવાળા જીવોનો સમાવેશ છ પ્રકારના ભેદોમાં કયા કયા ભેદોમાં થાય છે ? ઉ.૧૩૭ નરક ગતિવાળા જીવો કસ હોય છે. નપુસક વેદવાળા હોય છે. નરક ગતિવાળા પંચેન્દ્રિય છે તથા ત્રસકાયવાળા ગણાય છે. પ્ર.૧૩૮ તિર્યંચ ગતિવાળા જીવો છ પ્રકારના ભેદોમાંથી કયા કયા ભેદોમાં ગણાય છે ? ઉ.૧૩૮ તિર્યંચ ગતિવાળા જીવો બે પ્રકારના, ત્રણ પ્રકારના પાંચ ઇન્દ્રિયવાળા તથા છએ કાયના છા પ્રકારવાળા ગણાય છે. પ્ર.૧૩૯ મનુષ્ય ગતિવાળા જીવો કયા કયા ભેદોમાં ગણાય છે ? ઉ.૧૩૯ મનુષ્ય ગતિના જીવો ત્ર-મનુષ્ય-ત્રણ વેદ-પંચેન્દ્રિય તથા ત્રસકાયવાળા ગણાય છે. પ્ર.૧૪૦ દેવગતિવાળા જીવો બે આદિ ભેદોમાંથી કયા કયા ભેદોમાં ગણાય છે ? ઉ.૧૪૦ દેવગતિના જીવો કસ છે. પુરુષવેદ તથા સ્ત્રીવેદવાળા છે, દેવગતિવાળા છે, પંચેન્દ્રિય તથા. ત્રસકાયવાળા છે. પ્ર.૧૪૧ એકેન્દ્રિય જીવો બે આદિ ભેદોમાં કયા કયા ભેદોમાં ગણાય છે ? ઉ.૧૪૧ એકેન્દ્રિય જીવો સ્થાવર છે, તિર્યંચ ગતિવાળા છે, નપુંસક વેદવાળા છે. એકેન્દ્રિય છે તથા પૃથ્વીકાયાદિ પાંચ કાયવાળા છે. પ્ર.૧૪૨ બેઇન્દ્રિય જીવો બે આદિ ભેદોમાંથી કયા કયા ભેદોમાં ગણાય છે ? ઉ.૧૪૨ બેઇન્દ્રિય જીવો ત્રસ છે. નપુંસકવેદી છે. તિર્યંચ ગતિવાળા છે. બેઇન્દ્રિય છે તથા બસ-કાયવાળા છે. પ્ર.૧૪૩ તે ઇન્દ્રિય જીવો બે આદિ ભેદોમાંથી કયા કયા ભેદોમાં ગણાય છે ? ઉ.૧૪૩ તે ઇન્દ્રિય જીવો ત્રસ છે. નપુંસકવેદી છે. તિર્યંચગતિવાળા છે, તેઇન્દ્રિય છે, ત્રસકાયવાળા છે. પ્ર.૧૪૪ ચઉરીન્દ્રિય જીવો બે આદિ ભેદોમાંથી કયા કયા ભેદોવાળા હોય છે ? ઉ.૧૪૪ ચઉરીન્દ્રિય જીવો ત્રસ છે, નપુંસકવેદી છે, તિર્યંચગતિવાળા છે, ચઉરીન્દ્રિય છે, ત્રસકાયવાળા છે. પ્ર.૧૪૫ પંચેન્દ્રિય જીવો બે આદિ ભેદોમાંથી કયા કયા ભેદોવાળા હોય છે ? ઉ.૧૪૫ પચેન્દ્રિય જીવો ત્રસ છે. ત્રણ વેદવાળા છે, ચાર ગતિવાળા છે. પંચેન્દ્રિય છે, ત્રસકાયવાળા પ્ર.૧૪૬ પૃથ્વીકાય જીવો બે આદિ ભેદોમાંથી કયા કયા ભેદોવાળા હોય છે ? ઉ.૧૪૬ પૃથ્વીકાય જીવો સ્થાવર છે. નપુંસકવેદી છે. તિર્યંચગતિવાળા છે, એકેન્દ્રિય છે, પૃથ્વીકાયા પ્ર.૧૪૭ અપકાય જીવા કયા કયા ભેજવાળાં ગણાય છે ? Page 14 of 106 Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉ.૧૪૭ અપકાય જીવો સ્થાવર છે, એકેન્દ્રિય છે, નપુંસક વેદી છે, તિર્યંચ ગતિવાળા છે, અપકાય પ્ર.૧૪૮ તેઉકાય જીવો બે આદિ ભેદોમાંથી કયા કયા ભેદોમાં ગણાય છે ? ઉ.૧૪૮ તેઉકાય જીવો સ્થાવર છે. નપુંસક વેદી છે, તિર્યંચ ગતિવાળા છે, એકેન્દ્રિય છે, તેઉકાયવાળા છે. છે. પ્ર.૧૪૯ વાઉકાય જીવો કયા કયા ભેદોમાં ગણાય છે ? ઉ.૧૪૯ વાઉકાય જીવો સ્થાવર, નપુંસક વેદી, તિર્યંચ ગતિ, એકેન્દ્રિય તથા વાઉકાય આટલા ભેદોવાળા હોય છે. પ્ર.૧૫૦ વનસ્પતિકાય જીવો ક્યા ક્યા ભેદોમાં આવેલા છે ? ઉ.૧૫૦ વનસ્પતિકાય જીવો સ્થાવર નપુંસક વેદ-તિર્યંચ ગતિ, એકેન્દ્રિય તથા વનસ્પતિકાયવાળા ગણાય છે. પ્ર.૧૫૧ ત્રસકાય જીવો કયા કયા ભેદોમાં ગણાય છે ? ઉ.૧૫૧ ત્રસકાય જીવો ત્રસ છે, ત્રણ વેદવાળા છે, ચાર ગતિવાળા છે, પંચેન્દ્રિય છે તથા ત્રસકાયવાળા છે. अगिंदिय सुहु मियरा, सन्नियर पणिदिया य सबिति चउ, અપનત્તા ૫ત્નત્તા, મેળ વડા નિયઠ્ઠાળા ||૪|| ભાવાર્થ :- એકેન્દ્રિય સૂક્ષ્મ-બાદર, પંચેન્દ્રિય, સન્ની અને અસન્ની તથા બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરીન્દ્રિય એ સાત અપર્યાપ્ત અને સાત પર્યાપ્ત એમ ચૌદ જીવ સ્થાનકો જીવના ભેદો થાય છે. પ્ર.૧૫૨ જીવના ભેદ કેટલા છે ? કયા કયા ? ઉ.૧૫૨ જીવના ચૌદ ભેદ કહેલા છે, તે આ પ્રમાણે છે. (૧) સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિય જીવો, (૨) સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિય જીવો, (૩) બાદર અપર્યાપ્ત એકેન્દ્રિય જીવો, (૪) બાદર પર્યાપ્ત એકેન્દ્રિય જીવો, (૫) બેઇન્દ્રિય અપર્યાપ્ત જીવો, (૬) બેઇન્દ્રિય પર્યાપ્ત જીવો, (૭) તેઇન્દ્રિય અપર્યાપ્ત જીવો, (૮) તેઇન્દ્રિય પર્યાપ્ત જીવો, (૯) ચઉરીન્દ્રિય અપર્યાપ્ત જીવો, (૧૦) ચઉરીન્દ્રિય પર્યાપ્ત જીવો, (૧૧) અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્ત જીવો, (૧૨) અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવો, (૧૩) સન્ની પંચેન્દ્રિય અપર્યાપ્ત જીવો અને (૧૪) સન્ની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવો. આ પ્રમાણે ચૌદ જીવના સ્થાનો કહેવાય છે. પ્ર.૧૫૩ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો કોને કહેવાય ? અને તે કેવા પ્રકારના જીવો હોય છે ? તથા તેઓ ક્યાં રહેલા છે ? ઉ.૧૫૩ જેઓ ઘણા ભેગા થવા છતાં પણ ચર્મચક્ષુથી જોઇ શકતા નથી. સૂક્ષ્મ નામકર્મના ઉદયથી તેઓનું શરીર બહુ સૂક્ષ્મ હોય છે, એવા જીવો પૃથ્વીકાયપણાએ, અપકાયપણાએ, તેઉકાયપણાએ, વાયુકાયપણાએ તથા સાધારણ વનસ્પતિકાયપણાએ હોય છે. તેઓ ચૌદ રાજલોકમાં સર્વત્ર જગ્યાએ રહેલા હોય છે. પ્ર.૧૫૪ એ સૂક્ષ્મ જીવોની હિંસા કઇ રીતે થઇ શકે ? ઉ.૧૫૪ એ સૂક્ષ્મ જીવો અગ્નિથી બળતા નથી, પાણીથી ભીંજાતા નથી, કોઇ પણ શસ્ત્રથી ભેદાતા નથી, છતાં પણ તેઓની હિંસા મનના સંકલ્પ માત્રથી થઇ શકે છે. વચન તથા કાયાથી થઇ શકતી નથી. પ્ર.૧૫૫ બાદર એકેન્દ્રિય જીવો કોને કહેવાય છે ? તે કયા કયા પ્રકારના હોય છે ? તથા Page 15 of 106 Page #16 -------------------------------------------------------------------------- ________________ ક્યાં રહેલા હોય છે ? ઉ.૧૫૫ બાદર નામ કર્મના ઉદયથી જે જીવોનું શરીર બાદર હોય છે. અસંખ્યાતા જીવો ભેગા થાય ત્યારે ચર્મચક્ષુથી જાણી શકાય તેવા હોય છે, તે જીવો પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય તથા પ્રત્યેક વનસ્તપિકાય રૂપે રહેલા હોય છે, તે જીવો લોકના (ચૌદ રાજલોકના) અસંખ્યાતમા ભાગમાં રહેલા હોય છે, સર્વત્ર રહેલા હોતા નથી. પ્ર.૧૫૬ બાદર એકેન્દ્રિય જીવોની હિંસા કઇ રીતે થઇ શકે છે ? ઉ.૧૫૬ બાદર એકેન્દ્રિય જીવો શસ્ત્રોથી છેદાય છે તથા અગ્નિથી બળે છે. પાણીથી ભીંજાય છે, ઇત્યાદિ અનેક પ્રકારે તથા મનુષ્યો અને તિર્યંચના ઉપભોગમાં આવે છે, ત્યારે પણ હિંસા થાય છે ઇત્યાદિ અનેક પ્રકારે બાદર એકેન્દ્રિય જીવોની હિંસા થઇ શકે છે. પ્ર.૧૫૭ એકેન્દ્રિય જીવોને પાંચ ઇન્દ્રિયમાંથી કેટલી ઇન્દ્રિયો હોય છે ? કઇ કઇ ? ઉ.૧૫૭ એકેન્દ્રિય જીવોને લબ્ધિથી (ભાવથી) પાંચે પાંચ ઇન્દ્રિયોનો ક્ષયોપશમ ભાવ હોય છે, પરંતુ દ્રવ્યથી એક જ ઇન્દ્રિયનો ક્ષયોપશમ ભાવ રહેલો હોય છે અને તે માત્ર સ્પર્શેન્દ્રિયને જ હોય છે માટે એકેન્દ્રિય કહેવાય છે. પ્ર.૧૫૮ બે ઇન્દ્રિય જીવોને કેટલી ઇન્દ્રિયો હોય છે ? અને તેઓ ક્યા કયા પ્રકારે છે ? તથા ક્યાં ક્યાં રહેલા છે ? ઉ.૧૫૮ એ બે ઇન્દ્રિય જીવોને બે ઇન્દ્રિયો હોય છે. સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય. તે જીવો શંખ, કોડા, જળો, અળસીયા, પોરા કૃમિ વગેરે અનેક પ્રકારના હોય છે તથા તેઓ તિતિલોકમાં રહેલા હોય છે. મેરુપર્વતની સમતુલા પૃથ્વીથી ૯૦૦ યોજન ઉપર રહેલી વાવડીઓમાં તથા નીચે ૯૦૦ યોજન જળાશયોમાં તેઓ તિતિ અસંખ્યાતા લોકમાં ઉત્પન્ન થાય છે અને મરે છે. પ્ર.૧૫૯ તેઇન્દ્રયિ જીવો કયા કયા હોય છે ? તેઓને કેટલી ઇન્દ્રિયો હોય છે ? તથા તેઓ ક્યાં ક્યાં રહેલાં હોય છે ? ઉ.૧૫૯ ગધઇયા, ધનેરીયા, ઇયળ, માંકડ, જૂ, કુંથુઆ, મકોડા, ધીમેલ વગેરે અનેક પ્રકારના તેઇન્દ્રિય જીવો હોય છે. તેઓને સ્પર્શના-રસના તથા ધ્રાણેન્દ્રિય એમ ત્રણ ઇન્દ્રિયો હોય છે. તેઓ તિતિલોકના વિષે ઉંચાઇમાં ૯૦૦ યોજનમાં તથા નીચે ૯૦૦ યોજનમાં અને તિર્છા અસંખ્યાતા દ્વીપ સમુદ્રોને વિષે ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. પ્ર.૧૬૦ ચઉરીન્દ્રિય જીવો કયા કયા હોય છે ? કઇ કઇ ઇન્દ્રિયો હોય છે ? તથા ક્યાં ક્યાં રહેલા હોય છે ? ઉ.૧૬૦ ભમરાઓ, વીંછીઓ, બગઇઓ, કરોળીઆ, કંસારી, તીડ, ખડમાંકડી વગેરે ચઉરીન્દ્રિય જીવો કહેવાય છે, તેઓને સ્પર્શના, રસના, ઘ્રાણ તથા ચક્ષુઇન્દ્રિય એમ ચાર ઇન્દ્રિયો હોય છે. તેઓ તિર્કાલોકમાં રહેલા હોય છે. પ્ર.૧૬૧ અસન્ની પંચેન્દ્રિય જીવો કોને કહેવાય છે ? ઉ.૧૬૧ જેઓ માતા-પિતાના સંયોગ વિના જળ માટી આદિ સામગ્રીથી એકાએક ઉત્પન્ન થનારા જે જીવો હોય છે, તે અસન્ની પંચેન્દ્રિય જીવો કહેવાય છે. પ્ર.૧૬૨ સમુચ્છિમ પંચેન્દ્રિય કોને કહેવાય ? ઉ.૧૬૨ તથાપ્રકારના વિશિષ્ટ મનોવિજ્ઞાન રહિત હોવાથી સમુચ્છિમ પંચેન્દ્રિય કહેવાય, જેઓને Page 16 of 106 Page #17 -------------------------------------------------------------------------- ________________ દિર્ઘકાલિકી સંજ્ઞા હોતી નથી. પ્ર.૧૬૩ સન્ની પંચેન્દ્રિય જીવો કોને કહેવાય ? ઉ.૧૬૩ જે જીવો માતા-પિતાના સંયોગ વડે ગર્ભાશયમાં ઉત્પન્ન થાય છે તથા કુંભીમાં અને શયામાં ઉપપાત જનમથી ઉપજનારા જે હોય છે તથાપ્રકારના મનોવિજ્ઞાનવાળા હોવાથી સંજ્ઞી પંચેન્દ્રિય કહેવાય છે. પ્ર.૧૬૪ કુંભીમાં અને શય્યામાં ઉપપાત કયા કયા જીવોનો થાય છે ? ઉ.૧૬૪ કુંભમાં ઉપપાત નારકીના એટલે કે નરકમાં જનારા જીવોનો થાય છે. તથા શયામાં ઉપપાત દેવપણાએ ઉત્પન્ન થનારા જીવોનો થાય છે. પ્ર.૧૬૫ પર્યાપ્ત જીવો કોને કહેવાય ? ઉ.૧૬૫ પર્યાપ્ત એટલે શક્તિ, જે જીવો પર્યાપ્ત નામ કર્મના ઉદયથી પોતપોતાને યોગ્ય સઘળી પર્યાતિઓ પૂર્ણ કરે તે પર્યાપ્ત કહેવાય. પ્ર.૧૬૬ અપર્યાપ્ત જીવ કોને કહેવાય છે ? ઉ.૧૬૬ જે જીવો અપર્યાપ્ત નામકર્મના ઉદયથી જે જીવોને જેટલી જેટલી પર્યાદ્ધિઓ કહેલી છે, તેમાંની પહેલી ત્રણ અથવા ચાર અથવા પાંચ ઇત્યાદિ પૂર્ણ કર્યા પછી અગર ચાર-પાંચ ઇત્યાદિ પર્યાતિ પૂર્ણ કર્યા વિના મરણ પામે તે અપર્યાપ્ત જીવો કહેવાય છે. नाणं च दंसणं चेव, चरितं च तवो तहा, વીરિયં ડવગોગો ય, મેમં નીવરસ નQuvi Illl ભાવાર્થ - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ આ છએ જીવના લક્ષણ કહેવાય છે. પ્ર.૧૬૭ લક્ષણ કોને કહેવાય ? ઉ.૧૬૭ જે ધર્મ અથવા ગુણ જે વસ્તુનો કહેવાનો હોય તે વસ્તુમાં તે સર્વથા વ્યાપ્ત હોય અને તે સિવાય અન્ય વસ્તુમાં તેમ સંભવતો હોય તો તે ધર્મ અથવા ગુણ તે વસ્તુનું લક્ષણ કહેવાય છે. પ્ર.૧૬૮ જીવના કેટલા લક્ષણ કહેવાય છે ? ઉ.૧૬૮ જીવના છ લક્ષણો કહેલા જણાય છે. (૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) ચારિત્ર, (૪) તપ, (૫) વીર્ય અને (૬) ઉપયોગ. પ્ર.૧૬૯ જ્ઞાન કોને કહેવાય ? ઉ.૧૬૯ જેના વડે વસ્તુ જણાય તે જ્ઞાન કહેવાય છે. “શાયતે પરિજિયતે વસ્તુ નેન તિ જ્ઞાનમ્ !' પ્ર.૧૦૦ વસ્તુમાં કેટલા પ્રકારના ધર્મો રહેલા હોય છે ? તથા કયા ધર્મ જ્ઞાનમાં ગણાય છે ? ઉ.૧૭૦ દરેક વસ્તુમાં (પદાર્થમાં) બે ધર્મો રહેલા છે. (૧) સામાન્ય ધર્મ, (૨) વિશેષ ધર્મ. જેનાથી વિશેષ ધર્મો જણાય તે જ્ઞાન કહેવાય છે. વિશેષ ઉપયોગ એટલે કે વિશેષ ધર્મો જે જણાય તેને સાકાર ઉપયોગ પણ કહેવાય છે તે કારણથી જ્ઞાનને સાકાર ઉપયોગવાળું કહેવાય છે. પ્ર.૧૭૧ જ્ઞાન કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ.૧૭૧ જ્ઞાન આઠ પ્રકારે કહેલું છે. (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન, (૫) કેવલજ્ઞાન, (૬) મતિઅજ્ઞાન, (૭) ચુતઅજ્ઞાન તથા (૮) વિર્ભાગજ્ઞાન. આ આઠ જ્ઞાન કહેવાય છે. પ્ર.૧૭૨ કયા કયા જીવોની અપેક્ષાએ જ્ઞાન કેવી કેવી રીતે જણાય છે ? Page 17 of 106 Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉ.૧૭૨ સમ્યક્દ્રષ્ટિ જીવોની અપેક્ષાએ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન આ ત્રણ એ જ્ઞાન કહેવાય છે, તથા સર્વવિરતિ જીવોની અપેક્ષાએ જો કાઇને ચાર જ્ઞાન હોય તો તે ચોથું મન:પર્યવજ્ઞાન કહેવાય છે, અને ચાર ઘાતીકર્મ નાશ થવાથી કેવલજ્ઞાન થાય છે, માટે સમકીતી જીવોની અપેક્ષાએ જ્ઞાન એ જ્ઞાન કહેવાય છે તથા મિથ્યાદ્રષ્ટિ જીવોની અપેક્ષાએ જ્ઞાન એ અજ્ઞાન કહેવાય છે, તેથી મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાન અને વિભંગ જ્ઞાન એ ત્રણ અજ્ઞાન કહેવાય છે. પ્ર.૧૭૩ જ્ઞાન ગુણ એ જીવનું જ લક્ષણ કેમ કહેવાય છે ? ઉ.૧૭૩ જ્યાં જ્યાં જ્ઞાન હોય છે ત્યાં ત્યાં જીવ હોય છે, પણ જીવથી ભિન્ન પદાર્થોમાં જ્ઞાન હોતું નથી માટે જ્ઞાન એ જીવોનો જ ગુણ અને લક્ષણ કહેવાય છે. પ્ર.૧૭૪ દર્શન કોને કહેવાય છે ? ૩.૧૭૪ જેના વડે વસ્તુ સામાન્ય રૂપે જણાય તે દર્શન કહેવાય છે. કહ્યું છે કે ‘દ્રશ્ય તે વસ્તુ અનેન સામાન્ય રુપેણ ઇતિ દર્શનમ્’ પ્ર.૧૭૫ દર્શન કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ.૧૭૫ દર્શન ચાર પ્રકારે છે તે આ પ્રમાણે- (૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન, (૪) કેવલદર્શન. પ્ર.૧૭૬ દર્શન એ જીવનું લક્ષણ શા કારણથી કહેવાય છે ? ઉ.૧૭૬ ઉપર કહેલા ચારે પ્રકારના દર્શનમાંથી કોઇ પણ એક અથવા અધિક દર્શનહીન અથવા અધિક પ્રમાણમાં દરેક જીવોને હોય છે અને તે દર્શન ગુણ પણ જીવને જ હોય છે. જીવ સિવાય બીજા પદાર્થોમાં હોતો નથી માટે કહેવાય છે કે જ્યાં જ્યાં જીવ હોય છે ત્યાં ત્યાં દર્શન હોય છે અને જ્યાં જ્યાં દર્શન હોય છે ત્યાં ત્યાં જીવ હોય છે. પ્ર.૧૭૭ જ્ઞાન ઉપયોગ તથા દર્શન-ગુણ જીવને શા કારણથી હોય છે ? ઉ.૧૭૭ જ્ઞાન ગુણ જીવને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી તથા ક્ષયથી પેદા થાય છે તથા દર્શન ગુણ દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી તથા ક્ષયથી જીવને પેદા થાય છે. આ બંને કર્મનો ક્ષયોપશમ સદા કાળ જીવને સામાન્યપણે પણ રહેલો જ હોય છે. પ્ર.૧૭૮ છદ્મસ્થ જીવોને જ્ઞાન ઉપયોગ તથા દર્શન ઉપયોગ કેટલા કાળ સુધી રહે છે ? અને કેવલી ભગવંતને કેટલા કાળ સુધી રહે છે ? ઉ.૧૭૮ છદ્મસ્થ જીવોને પહેલા દર્શન ઉપયોગ હોય છે, તે એક અંતમુહૂર્ત રહે છે, પછી જ્ઞાન ઉપયોગ પેદા થાય છે, તે પણ એક અંતમુહૂર્ત રહે છે. એમ અંતમુહૂર્ત અંતમુહૂર્ત પરાવર્તમાન રહે છે. જ્યારે કેવલી ભગવંતને એક સમયે જ્ઞાન અને એક સમયે દર્શનનો ઉપયોગ ચાલુ રહે છે. પ્ર.૧૭૯ જ્ઞાન, દર્શન અને ઉપયોગ એ ત્રણેની વ્યાખ્યા કઇ રીતે કરી શકાય ? ઉ.૧૭૯ વસ્તુમાં રહેલા વિશેષ ધર્મોને જાણવાની આત્મામાં રહેલી શક્તિ તે જ્ઞાન કહેવાય છે. વસ્તુમાં રહેલા સામાન્ય ધર્મને જાણવાની આત્મામાં રહેલી જે શક્તિ તે દર્શન કહેવાય છે. જ્ઞાન અને દર્શન બંને શક્તિઓનો વપરાશ કરવો તે ઉપયોગ કહેવાય છે એટલે કે જ્ઞાન શક્તિના વપરાશથી જ્ઞાન ઉપયોગ તથા દર્શન શક્તિના વપરાશથી દર્શન ઉપયોગ કહેવાય છે. પ્ર.૧૮૦ ચારિત્ર કોને કહેવાય ? ઉ.૧૮૦ જેના વડે અનિર્દિત આચરણ થાય તે ચારિત્ર કહેવાય છે. અથવા આઠ પ્રકારના કર્મના Page 18 of 106 Page #19 -------------------------------------------------------------------------- ________________ સમૂહના ખાલી કરનાર હોવાથી તે ચારિત્ર કહેવાય છે અથવા જેનાથી મોક્ષમાં જવાય તે ચારિત્ર કહેવાય છે. પ્ર.૧૮૧ ચારિત્ર કેટલા પ્રકારે છે ? કયાં કયાં ? ઉ.૧૮૧ ચારિત્ર બે પ્રકારના કહેલા છે. (૧) દ્રવ્ય ચારિત્ર (૨) ભાવ ચારિત્ર. પ્ર.૧૮૨ દ્રવ્ય ચારિત્ર કોને કહેવાય ? ઉ.૧૮૨ વ્યવહારથી અશુભ ક્રિયાઓના ત્યાગ રૂપ જે ચારિત્ર હોય છે તે દ્રવ્ય ચારિત્ર. પ્ર.૧૮૩ ભાવ ચારિત્ર કોને કહેવાય ? ઉ.૧૮૩ હિંસાદિક અશુભ પરિણામોથી પાછા વું તે ભાવ ચારિત્ર કહેવાય. પ્ર.૧૮૪ દ્રવ્ય ચારિત્ર તથા ભાવ ચારિત્ર બંને કેટલા કેટલા પ્રકારના કહેલા છે ? કયા કયા ? ઉ.૧૮૪ દ્રવ્ય ચારિત્ર તથા ભાવ ચારિત્ર બન્ને સાત પ્રકારના છે, તે આ પ્રમાણે. (૧) સામાયિક ચારિત્ર, (૨) છેદોપસ્થાપનીય ચારિત્ર, (૩) પરિહાર વિશુદ્ધ ચારિત્ર, (૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, (૫) અવિરતિ ચારિત્ર, (૬) યથાખ્યાત ચારિત્ર, (૭) દેશવિરતિ ચારિત્ર. ચારિત્ર તે જીવનનું લક્ષણ શા કારણથી કહેવાય છે ? ઉ.૧૮૫ આ સાત પ્રકારના ચારિત્રના પરિણામ જીવ સિવાય બીજા કોઇમાં હોતા નથી, માટે ચારિત્ર એ જીવનું લક્ષણ કહેવાય છે. જ્યાં જ્યાં ચારિત્રનો પરિણામ આંશિક હોય ત્યાં ત્યાં જીવ હોય છે અને જ્યાં જ્યાં જીવ હોય છે ત્યાં ત્યાં ચારિત્રનો પરિણામ હોય છે. પ્ર.૧૮૬ ચારિત્રનું પરિણામ શા કારણથી થાય છે ? ઉ.૧૮૬ સામાન્ય રીતે ચારિત્રનું પરિણામ મોહનીય કર્મના ઉપશમથી, ક્ષયોપશમથી અને ક્ષયથી. પેદા થાય છે તથા મોહનીય કર્મના ઉદયથી પણ ચારિત્ર હોય છે. પ્ર.૧૮૭ મોહનીય કર્મના ઉદયથી ચારિત્ર કેવી રીતે હોય છે ? ઉ.૧૮૭ દરેક સંસારી જીવોને જે અવિરતિ રૂપ ચારિત્ર હોય છે, તે કષાયના ઉદયથી ચારિત્ર હોય છે, માટે મોહનીયના ઉદયથી ચારિત્ર એમ કહેવાય. પ્ર.૧૮૮ તપ કોને કહેવાય ? ઉ.૧૮૮ આઠ પ્રકારના કર્મોને જે ખપાવે તે તપ કહેવાય છે. પ્ર.૧૮૯ તપ એ જીવનું લક્ષણ શા માટે ? ઉ.૧૮૯ તપ એ વીર્યાન્તરાય કર્મોના ક્ષયોપશમથી જીવમાં જ તપની શક્તિ પેદા થાય છે પરંતુ તપની શક્તિ અજીવમાં જણાતી નથી, માટે જીવ સિવાય બીજામાં નહિ હોવાથી તે જીવનું જ લક્ષણ કહેવાય છે. જ્યાં જ્યાં જીવ હોય છે ત્યાં ત્યાં તપ હોય છે અને જ્યાં જ્યાં તપ હોય છે, ત્યાં ત્યાં જીવ હોય છે. પ્ર.૧૯૦ વીર્ય કોને કહેવાય ? વીર્ય શબ્દનો અર્થ શું ? અને વીર્યના પર્યાયવાચી શબ્દો કયા કયા છે ? ઉ.૧૯૦ વિશેષથી આત્માનો ઇરયતિ એટલે આત્માને તે ક્રિયાઓમાં પ્રવર્તાવે તેનું નામ વીર્ય કહેવાય છે. વીર્યના પર્યાયવાચી શબ્દો વીર્ય, યોગ, ઉત્સાહ, પરાક્રમ અને શક્તિ ઇત્યાદિ કહેવાય છે. પ્ર.૧૯૧ વીર્ય કેટલા પ્રકારનું છે, કયા કયા ? ઉ.૧૯૧ વીર્ય બે પ્રકારનું છે, (૧) કરણ વીર્ય, (૨) લબ્ધિ વીર્ય. પ્ર.૧૯૨ કરણ વીર્ય કોને કહેવાય ? Page 19 of 106 Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉ.૧૯૨ મન, વચન અને કાયાના આલંબનથી પ્રવર્તતું જે વીર્ય હોય છે, તે કરણ વીર્ય કહેવાય છે. પ્ર.૧૯૩ લબ્ધિ વીર્ય કોને કહેવાય ? ઉ.૧૯૩ જ્ઞાન અને દર્શનાદિકના ઉપયોગમાં પ્રવર્તતું આત્માનું જે સ્વાભાવિક વીર્ય તે લબ્ધિવીર્ય કહેવાય છે. પ્ર.૧૯૪ વીર્ય એ જીવનું લક્ષણ શાથી કહેવાય છે ? ઉ.૧૯૪ સંસારી જીવોને વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી શક્તિ, મન, વચન અને કાયા પેદા થાય છે તથા કેવલી ભગવંતોને વીઆંતરાય કર્મના ક્ષયથી સંપૂર્ણ આત્મશક્તિ પેદા થાય છે. માટે અનંત વીર્યવાળા કહેવાય છે અને આ કારણથી જીવમાં જ શક્તિ પેદા થતી હોવાથી તે જીવનું લક્ષણ કહેવાય છે, માટે જ્યાં જ્યાં વીર્ય, યોગ, ઉત્સાહ વગેરે હોય ત્યાં ત્યાં જીવ હોય છે અને જ્યાં જ્યાં જીવ હોય છે ત્યાં ત્યાં વીર્ય હોય છે. પ્ર.૧૯૫ ઉપયોગ એ જીવનું લક્ષણ શાથી ? ઉ.૧૫ ઉપયોગ એ જ્ઞાન અને દર્શનનો હોય છે અને જ્ઞાન અને દર્શન એ જીવનું લક્ષણ છે, માટે ઉપયોગ એ જીવનું લક્ષણ છે. आहार शरीरिंदिय पन्जता आणपाण भास मणे, चउ पंच पंच छप्पिय, इग-विगला-सन्नि-सन्नीणं ।।६।। पणिदिअ त्ति बलूसा, साउदस पाण चउछ सग अट्ठ, इग-दुति-चरिंदीणं, असन्नि-सन्नीण नव दसय ||७|| ભાવાર્થ :- આહાર, શરીર-ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ-ભાષા અને મન આ છ પર્યાદ્ધિઓ કહેલી છે, તેમાં એકેન્દ્રિયોને ચાર. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય-ચઉરીન્દ્રિય અને અસન્ની પંચેન્દ્રિય જીવોને પાંચ પર્યાતિઓ અને સન્ની પંચેન્દ્રિયોને છએ છ પર્યાદ્ધિઓ કહેલી છે. // ૬ // પાંચ ઇન્દ્રિયો-ત્રણ બલ, શ્વાસોશ્વાસ તથા આયુષ્ય એમ દશ પ્રાણો કહેલા છે. તેમાં એકેન્દ્રિયોને ચાર, બેઇન્દ્રિયોને છે, તેઇન્દ્રિયને સાત, ચઉરીન્દ્રિયને આઠ, અસન્ની પંચેન્દ્રિય જીવોને નવ અને સન્ની પંચેન્દ્રિય જીવોને દશ પ્રાણો હોય છે. | ૭ |. પ્ર.૧૯૬ પર્યાતિ એટલે શું? ઉ.૧૯૬ પુદ્ગલ પરમાણુઓના સમૂહના નિમિત્તથી આત્મામાંથી પ્રગટ થયેલી અને શરીરધારીપણે જીવવા માટેના ઉપયોગી પુદ્ગલોને પરિણાવાનું કામ કરનારી આત્માની અમુક જાતની જે જીવ શક્તિ તે પર્યાપ્તિ કહેવાય છે અર્થાત જીવ એક જીવન છોડીને બીજું જીવન પ્રાપ્ત કરે ત્યાં જીવવા માટેની જે શક્તિ પેદા કરે તે પર્યાપ્તિ કહેવાય છે. પ્ર.૧૯૭ પર્યાદ્ધિઓ કેટલા પ્રકારની છે ? કઇ કઇ ? ઉ.૧૯૭ પર્યાપ્તિઓ છ પ્રકારની છે, તે આ પ્રમાણે છે. (૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પર્યાપ્તિ, (3) ઇન્દ્રિય પર્યાપ્તિ, (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, (૫) ભાષા પર્યાપ્તિ અને (૬) મન પર્યાપ્તિ. પ્ર.૧૯૮ આહાર પર્યાપ્તિ કોને કહેવાય ? ઉ.૧૯૮ ઉત્પત્તિ સ્થાનમાં રહેલા આહારને જીવ જે શક્તિ વડે ગ્રહણ કરે અને ગ્રહણ કરીને ખલ રસને યોગ્ય બનાવે તે આહાર પર્યાપ્તિ કહેવાય છે. પ્ર.૧૯૯ ખલ અને રસ રૂપે પુદગલો પરિણામ પમાડે એટલે શું? તથા આ પર્યાપ્તિ કેટલા કાળે Page 20 of 106 Page #21 -------------------------------------------------------------------------- ________________ પૂરી થાય છે ? ઉ.૧૯૯ ખલ રૂપે પરિણામ પમાડવા એટલે કે જે આહાર ગ્રહણ કરે તેમાંથી અસાર પુદ્ગલો. મળમૂત્રાદિ રૂપે કરે તે ખલ કહેવાય છે અને જે શરીરને યોગ્ય પગલો બનાવે તે રસ કહેવાય છે. આ આહાર પર્યાપ્તિ દરેક જીવને આશ્રયીને એકજ સમયની હોય છે એટલે કે તે પર્યાપ્તિ એક સમયમાં પૂર્ણ થઇ જાય છે. પ્ર.૨૦૦ શરીર પર્યાપ્તિ એટલે શું? અને તે કેટલા કાળ સુધીની હોય છે ? ઉ.૨૦૦ રસને યોગ્ય જે પુદ્ગલો છે, તે પુદ્ગલોને જે શક્તિ વડે જીવ શરીર રૂપે (સાત ધાતુ રૂપે) : રચે તે શક્તિને શરીર પર્યાપ્તિ કહેવાય છે. આ શરીર પર્યાપ્તિનો કાળ દરેક જીવને આશ્રયીને એક અંતરમુહૂર્ત સુધીનો કહ્યો છે. પ્ર.૨૦૧ ઇન્દ્રિય પર્યાપ્તિ કોને કહેવાય ? ઉ.૨૦૧ રસ રૂપે જુદા પડેલા પુદ્ગલોમાંથી તેમજ શરીર રૂપે રચાયેલા પગલોમાંથી પણ ઇન્દ્રિયને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી ઇન્દ્રિયપણાએ પરિણમાવવાની જે શક્તિ તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે. પ્ર.૨૦૨ ઇન્દ્રિય પર્યાપ્તિનો કાળ મનુષ્યો અને તિર્યંચોને કેટલો હોય છે ? ઉ.૨૦૨ ઇન્દ્રિય પર્યાતિ પૂર્ણ થવાનો કાળ મનુષ્ય અને તિર્યંચ જીવોને આશ્રયીને અંતરમુહૂર્તનો કહેલો છે. પ્ર.૨૦૩ દેવતા-નારકીની અપેક્ષાએ ઇન્દ્રિય પર્યાતિનો કાળ કેટલો હોય છે ? ઉ.૨૦૩ દેવતા-નારકીના જીવોની અપેક્ષાએ ઇન્દ્રિય પર્યાતિ પૂર્ણ થવાનો કાળ એક જ સમય કહેલો છે. પ્ર.૨૦૪ શ્વાસોચ્છવાસ પર્યામિ એટલે શું ? ઉ.૨૦૪ જે શક્તિ વડે જીવ શ્વાસોશ્વાસને યોગ્ય વર્ગણાના પુદગલો ગ્રહણ કરી શ્વાસોશ્વાસ રૂપે પરિણાવી તેને વિસર્જન કરે તે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ કહેવાય છે. પ્ર.૨૦૫ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ થવાનો કાળ દરેક જીવને આશ્રયીને કેટલો કહેલો છે ? ઉ.૨૦૫ મનુષ્ય અને તિર્યંચ જીવોને આશ્રયીને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ એક અંતર્મુહૂર્ત થાય છે, જ્યારે દેવતા અને નારકીના જીવોને આશ્રયીન આ પર્યાતિ એક જ સમયમાં પૂર્ણ થાય છે. પ્ર.૨૦૬ ભાષા પર્યાપ્તિ એટલે શું ? ઉ.૨૦૬ જીવ જે શક્તિ વડે ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી ભાષા રૂપે પરિણામ પમાડી તેને વિસર્જન કરવાની જે શક્તિ પેદા કરે તે ભાષા પર્યાપ્તિ કહેવાય છે. પ્ર.૨૦૭ દરેક જીવોની અપેક્ષાએ ભાષા પર્યાતિનો કાળ કેટલો કહેલો છે ? ઉ.૨૦૭ મનુષ્ય અને તિર્યંચોની અપેક્ષાએ ભાષા પર્યાપ્તિ પૂર્ણ થવાનો કાળ એક અંતમુહૂર્ત કહેલો છે. તથા દેવતા અને નારકીના જીવોની અપેક્ષાએ એક સમય કહેલો છે. પ્ર.૨૦૮ મન:પર્યાપ્તિ કોને કહેવાય ? | ઉ.૨૦૮ જીવ જે શક્તિ વડે મનઃ પ્રાયોગ્ય પુદ્ગલોને ગ્રહણ ફ્રી મન રૂપે પરિણાવી તેને વિસર્જના કરે તે શક્તિને મન:પર્યાપ્તિ કહેવાય છે. પ્ર.૨૦૯ મન:પર્યાપ્તિનો કાળ કેટલો કહેલો છે ? ઉ.૨૦૯ મનુષ્ય અને તિર્યંચોની અપેક્ષાએ આ પર્યાપ્તિનો કાળ એક અંતમુહૂર્તનો કહ્યો છે, તથા Page 21 of 106 Page #22 -------------------------------------------------------------------------- ________________ દેવતા અને નારકીની અપેક્ષાએ એક સમયનો કાળ કહેલો છે. પ્ર.૨૧૦મતાંતરે દેવતાને કેટલી મર્યાદ્ધિઓ કહેલી છે ? કઇ કઇ? કેટલા કાળે પૂર્ણ થાય ? ઉ.૨૧૦ મતાંતરે દેવતાઓને પાંચ પર્યાપ્તિ કહેલી છે. (૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પર્યાપ્તિ, (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ, (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને (૫) ભાષા મન:પર્યાપ્તિ આ પાંચમાં શરીર પર્યાપ્તિ અંતર મુહૂર્તની હોય છે, જ્યારે બાકીની એક એક સમયની હોય છે. છેલ્લી બે એક સમયમાં પૂર્ણ થાય છે. પ્ર.૨૧૧ પર્યાપ્ત કોને કહેવાય ? ઉ.૨૧૧ જે જીવોને જેટલી જેટલી પર્યાદ્ધિઓ કહેલી હોય છે તે સઘળા જીવો પૂર્ણ કરીને મરણ પામે તે પર્યાપ્ત કહેવાય છે. એ પર્યાપ્તપણું પર્યાપ્ત નામ કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. પ્ર.૨૧૨ અપર્યાપ્ત કોને કહેવાય ? ઉ.૨૧૨ જે જીવો સ્વયોગ્ય પર્યાદ્ધિઓ પૂર્ણ કર્યા વિના મરણ પામે તે નિર્ધન માણસોના મનોરથોની જેમ તે અપર્યાપ્ત કહેવાય છે. અપર્યાપ્ત નામ કર્મના ઉદયથી જીવ અપર્યાપ્તપણું પ્રાપ્ત કરે છે. પ્ર.૨૧૩ અપર્યાપ્તના કેટલા ભેદ છે ? કયા ? ઉ.૨૧૩ અપર્યાપ્તના બે ભેદ છે. (૧) લબ્ધિ અપર્યાપ્ત, (૨) કરણ અપર્યાપ્ત. પ્ર.૨૧૪ પર્યાપ્તના કેટલા ભેદ છે ? કયા કયા ? ઉ.૨૧૪ પર્યાપ્ત જીવોના બે ભેદ છે. (૧) લબ્ધિ પર્યાપ્ત, (૨) કરણ પર્યાપ્ત. પ્ર.૨૧૫ લબ્ધિ અપર્યાપ્તિ કોને કહેવાય ? ઉ.૨૧૫ જે જીવો સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના મરણ પામે તે લબ્ધિ અપર્યાપ્ત કહેવાય છે. પ્ર.૨૧૬ કરણ અપર્યાપ્ત કોને કહેવાય ? ઉ.૨૧૬ જે જીવોએ હજી સુધી સ્વયોગ્ય પર્યાસિઓ પૂર્ણ કરી નથી પરંતુ અવશ્ય પૂર્ણ કરશે જ તે જીવો કરણ અપર્યાપ્ત કહેવાય છે. પ્ર.૨૧૭ લબ્ધિ પર્યાપ્ત કોને કહેવાય ? ઉ.૨૧૭ જે જીવો સ્વયોગ્ય સર્વ પર્યાદ્ધિઓ પૂર્ણ કરે જ તે લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે. પ્ર.૨૧૮ કરણ પર્યાપ્ત કોને કહેવાય ? ઉ.૨૧૮ ઉત્પતિ સ્થાને સમકાલે સર્વ પર્યાતિઓ બનાવવાનો જે પ્રારંભ થયો છે, તે પર્યાતિઓ પૂર્ણ થયા બાદ જીવ કરણ પર્યાપ્ત કહેવાય છે. પ્ર.૨૧૯ લબ્ધિ અપર્યાપ્તાનો કાળ કેટલો ? ઉ.૨૧૯ લબ્ધિ અપર્યાપ્તાનો કાળ જીવ જ્યાંથી મરણ પામી બીજા ભવમાં ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધીનો એક અંતર મુહૂર્ત કાળ ગણાય છે. પ્ર.૨૨૦ લબ્ધિ પર્યાપ્તાનો કાળ કેટલો ? ઉ.૨૨૦ લબ્ધિ પર્યાપ્તાનો કાળ જીવ મરણ પામી કોઇ ગતિમાં જતો હોય ત્યારથી આયુષ્યનો જે ઉદય થાય તેની સાથે પર્યાપ્ત નામ કર્મનો ઉદય થાય છે, ત્યાંથી માંડીને ભવ પર્યત સુધીનો કાળ એટલે કે જેટલું આયુષ્ય બાંધેલું હોય તેટલા કાળ સુધીનો અનુભવ કરે તે બધો કાળ લબ્ધિ પર્યાપ્તમાં ગણાય છે. પ્ર.૨૨૧ કરણ અપર્યાપ્તનો કાળ કેટલો ? ઉ.૨૨૧ જીવ મરણ પામી બીજી ગતિમાં જાય છે. સર્વ યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે ત્યાં સુધી જેટલો કાળ છ તે કરણ અપર્યાપ્તપણાનો કાળ કહેવાય છે. તે બધો મળીને એક અંતમુહૂર્તનો થાય છે. Page 22 of 106 Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૨૨૨ કરણ પર્યાપ્તિનો કાળ કેટલો ? ઉ.૨૨૨ જીવને જેટલું આયુષ્ય હોય તેટલા આયુષ્યમાંથી કરણ અપર્યાપ્તનો એક અંતમુહૂર્તનો કાળ ન્યૂન કરીએ એટલો કાળ કરણ પર્યાપ્તા જીવનો કહેવાય છે. પ્ર.૨૨૩ મતાંતરે કરણ શબ્દનો અર્થ શું કર્યો છે ? તેના કારણે દરેક ચારે પ્રકારના જીવો કયા કયા પ્રકારના ગણી શકાય છે ? ઉ.૨૨૩ મતાંતરે કરણ એટલે ઇન્દ્રિય અર્થ કહેલો છે. તે અર્થ પ્રમાણે ઇન્દ્રિય પર્યાપ્ત પૂર્ણ કરે એટલે જીવ કરણ પર્યાપ્ત કહેવાય છે. (અને ઇન્દ્રિય પર્યાપ્ત પૂર્ણ જ્યાં સુધી ન કરે ત્યાં સુધી જીવો કરણ અપર્યાપ્ત કહેવાય છે.) આ અર્થ પ્રમાણે લબ્ધિ અપર્યાપ્તા સઘળા જીવોય કરણ પર્યાપ્ત થયા પછી જ મરણ પામે છે, કોઇ પણ જીવ કરણ અપર્યાપ્ત અવસ્થા કાળમાં મરણ પામતો નથી. કારણ કે ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછી જ દરેક જીવો મરણ પામે છે. પ્ર.૨૨૪ લબ્ધિ અપર્યાપ્તા જીવને કરણ અપર્યાપ્ત કઇ રીતે કહી શકાય ? ઉ.૨૨૪ લબ્ધિ અપર્યાપ્ત જીવ કરણ અપર્યાપ્ત કહી શકાય તે આ રીતે, કરણ એટલે ઇન્દ્રિય અર્થ ગ્રહણ કરવાથી લબ્ધિ અપર્યાપ્તો જીવ આહાર પર્યાપ્તિ પૂર્ણ કરી અને શરીર પર્યાપ્તિ બનાવવાની શરૂઆત કરતો હોય અને જ્યાં સુધી ઇન્દ્રિય પર્યાપ્ત પૂર્ણ ન કરે ત્યાં સુધી તે લબ્ધિ અપર્યાપ્ત જીવ કરણ અપર્યાપ્ત કહેવાય અને આ અવસ્થા કાળમાં મરણ પામતો નથી, એમ સમજવું. અવશ્ય કરણ પર્યાપ્તો થઇને જ મરણ પામશે. પ્ર.૨૨૫ લધિ અપયક્તિા જીવને કરણ પર્યાપ્ત જીવ કઇ રીતે કહી શકાય ? ઉ.૨૨૫ કરણ એટલે ઇન્દ્રિય અર્થ ગ્રહણ કરીએ તો દરેક લબ્ધિ અપર્યાપ્તા જીવો ઇન્દ્રિય પર્યાપ્ત પૂર્ણ કર્યા વિના મરણ પામતો નથી, તે કારણથી ઇન્દ્રિય પર્યાતિ પૂર્ણ થાય એટલે કરણ પર્યાપ્તો થાય છે, તેથી કરણ પર્યાપ્તો કહી શકાય છે. પ્ર.૨૨૬ લબ્ધિ પર્યાપ્તા જીવને કરણ અપર્યાપ્ત જીવ કઇ રીતે કહી શકાય ? ઉ.૨૨૬ પૂર્વે બાંધેલા પર્યાપ્ત નામ કર્મનો જે ઉદય તે લબ્ધિ છે, તે કારણથી જે જીવો લબ્ધિ પર્યાપ્ત હોય તે જ્યાં ઉત્પન્ન થાય ત્યાંથી તે લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે પરંતુ હજી સુધી સ્વયોગ્ય પર્યાતિઓ પૂર્ણ નહી કરેલી હોવાથી તે જીવો કરણ અપર્યાપ્ત કહેવાય છે કે જે પર્યાપ્તિ પૂર્ણ કરવાના જ હોય છે. પ્ર.૨૨૭ એકેન્દ્રિય જીવોને કેટલી પતિઓ હોય છે ? કઇ ? કઇ ? ઉ.૨૨૭ એકેન્દ્રિય જીવોને ચાર પર્યાપ્તિઓ હોય છે. (૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પર્યાપ્તિ, (3) ઇન્દ્રિય પર્યાપ્તિ અને (૪) શ્વાસોચ્છવાસ આમ ચાર પર્યાપ્તિઓ હોય છે. પ્ર.૨૨૮ બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરીન્દ્રિય અને અસન્ની પંચેન્દ્રિય જીવોને કેટલી કેટલી પર્યાતિઓ હોય છે ? કઇ કઇ ? ઉ.૨૨૮ બેઇન્દ્રિય આદિ ચાર પ્રકારના જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય છે. (૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પર્યાપ્તિ, (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ, (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, (૫) ભાષા પર્યાપ્તિ. પ્ર.૨૨૯ સન્ની પંચેન્દ્રિય જીવોને કેટલી પર્યાદ્ધિઓ હોય છે ? કઇ કઇ ? ઉ.૨૨૯ સન્ની પંચેન્દ્રિય જીવોને છએ પર્યાપ્તિઓ હોય છે. (૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પયાતિ, (3) ઇન્દ્રિય પર્યાપ્તિ, (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, (૫) ભાષા પર્યાપ્તિ અને (૬) મનઃ પર્યાપ્તિ કહેલી છે. પ્ર.૨૩૦ એકેન્દ્રિય જીવો લબ્ધિ અપર્યાપ્ત ક્યારે કહી શકાય છે ? * 0 1 Page 23 of 106 Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉ.૨૩૦ એકેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો ત્રણ પર્યાપ્તિ અવશ્ય પૂર્ણ કરે છે અને ચોથી અધૂરી પર્યાતિએ મરણ પામે છે. પ્ર.૨૩૧ બેઇન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો કેટલી પર્યાદ્ધિઓ પૂર્ણ કરે અને કેટલી અધૂરી પર્યાપ્તિએ મરણ પામે છે ? ઉ.૨૩૧ બેઇન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો ત્રણ પર્યાપ્તિ અવશ્ય પૂર્ણ કરે જ છે. ચોથી પર્યાપ્તિ અધુરીએ મરણ પણ પામી શકે છે તથા ચાર પર્યાપ્તિ પૂર્ણ કરીને પાંચમી અધુરી પર્યાતિએ અવશ્ય મરણ પામે ત લબ્ધિ અપર્યાપ્તા જીવો પણ કહેવાય છે. પ્ર.૨૩ર તેઇન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો ક્યારે કહી શકાય ? ઉ.૨૩૨ તેઇન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો પણ ત્રણ પર્યાપ્તિ અથવા ચાર પર્યાપ્તિ પૂર્ણ કરી ચોથી. અથવા પાંચમી પર્યાપ્તિ અધુરીએ મરણ પામે તે લબ્ધિ અપર્યાપ્ત નેઇન્દ્રિય કહેવાય છે. પ્ર.૨૩૩ ચઉરીન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો ક્યારે મરણ પામે છે ? ઉ.૨૩૩ ચઉરીન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો ત્રણ પર્યાતિ પૂર્ણ કર્યા પછી ચોથી પર્યાપ્તિ અધુરીએ મરણ પામે છે, અથવા ચાર પર્યાતિ પૂર્ણ કર્યા પછી પાંચમી પર્યાપ્તિ અધુરીએ મરણ પામે છે. પ્ર.૨૩૪ અન્ની પંચેન્દ્રિય જીવો લબ્ધિ અપર્યાપ્તા હોય છે, તેઓ ક્યારે મરણ પામે છે ? ઉ.૨૩૪ અન્ની પંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી ચોથી અધુરી પર્યાપ્તિએ મરણ પામી શકે છે, અથવા ચાર પર્યાતિ પૂર્ણ કર્યા પછી પાંચમી પર્યાપ્તિ અધુરી રાખીને મરણ પામે છે તે બધા અસન્ની પંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા કહી શકાય. પ્ર.૨૩૫ સન્ની પંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો ક્યારે ક્યારે મરણ પામે છે ? ઉ.૨૩૫ સન્ની પંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી ચોથી પર્યાપ્તિ અધુરી રહે ત્યારે મરણ પામી શકે છે. ચાર પર્યાદ્ધિઓ પૂર્ણ કર્યા પછી પાંચમી ભાષા પર્યાપ્તિ અધુરી એ પણ મરણ પામી શકે છે તથા પહેલી પાંચ પર્યાતિઓ પૂર્ણ કર્યા પછી છઠ્ઠી મન:પર્યાપ્તિ અધુરીએ જે મરણ પામે છે તે અવશ્ય સન્ની લબ્ધિ અપર્યાપ્તા જીવો કહી શકાય છે. પ્ર.૨૩૬ બધાય જીવો ચોથી પર્યાપ્તિ અધુરીએ મરણ પામે છે તે શી રીતે જાણી શકાય કે એકેન્દ્રિયાદિ છે ? ઉ.૨૩૬ એકેન્દ્રિય જીવ હોય તે એક સાથે ચાર પર્યાપ્તિ શરૂ કરે બે ઇન્દ્રિયાદિ જીવો એક સાથે પાંચ પર્યાતિ શરુ કરે છે, જ્યારે સન્ની જીવો એક સાથે છ પર્યાપ્તિઓ શરૂ કરે છે, એટલે એકેન્દ્રિય ચોથી અધુરીએ મરે, બે ઇન્દ્રિયાદિ ચોથી અધુરીએ મરણ પામે, પાંચમી બાકી રહી જાય અને સન્ની જીવો ચોથી. અધુરીએ મરે ત્યારે પાંચમી છઠ્ઠી બાકી રહી જાય છે એમ જાણવું, માટે જાણી શકાય છે. પ્ર.૨૩૭ કરણ અપર્યાપ્તામાં લબ્ધિ અપર્યાપ્તા ભેદ કઇ રીતે ઘટી શકે છે ? ઉ.૨૩૭ કરણ અપર્યાપ્ત અવસ્થામાં કરણ એટલે ઇન્દ્રિય અર્થ લેતાં જે જીવો આહાર પર્યાપ્તિ પછી ઇન્દ્રિય પર્યાતિ પૂર્ણ ન કરે ત્યાં સુધી લબ્ધિ અપર્યાપ્તા જીવો પણ તેમાં રહેલા હોય છે તેથી લબ્ધિ અપર્યાપ્તા કહેવાય છે, પરંતુ તે લબ્ધિ અપર્યાપ્ત અવશ્ય કરણ પર્યાપ્ત થઇને જ મરણ પામવાનો હોય છે. પ્ર.૨૩૮ કરણ અપર્યાપ્તામાં લબ્ધિ પર્યાપ્ત ભેદ કઇ રીતે ઘટી શકે છે ? ઉ.૨૩૮ કરણ અપર્યાપ્ત કાળ તે સર્વ સામાન્ય રીતીએ લબ્ધિ પર્યાપ્ત જીવોનો જ કાળ ગણાય છે કારણ કે ઉત્પત્તિ સમયથી જ જે જીવ પર્યાપ્ત થવાનો હોય છે તે જીવ લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે. તે જીવને ત્યાં Page 24 of 106 Page #25 -------------------------------------------------------------------------- ________________ જીવવા માટે યોગ્ય પર્યાપ્તઓ કરવાની હોય છે, તે કરતો હોય છે, ત્યારે કરણ અપર્યાપ્ત કહેવાય છે, તેથી કરણ અપર્યાપ્તામાં લબ્ધિ પર્યાપ્ત ઘટી શકે છે. પ્ર.૨૩ પ્રાણ કોને કહેવાય છે ? ઉ,૨૩૯૮ જેના વડે જીવે તે પ્રાણ કહેવાય છે અર્થાત્ આ જીવ છે અથવા જીવે છે, એવી પ્રતિની બાહ્ય લક્ષણોથી થાય તે બાહ્ય લક્ષણોનું નામ અહીં પ્રાણ કહેવાય છે. પ્ર.૨૪૦ પ્રાણ કેટલા પ્રકારના છે ? કયા કયા ? ઉ,૨૪૦ પ્રાણો બે પ્રકારના કહેલા છે. (૧) દ્રવ્ય પ્રાણ, (૨) ભાવ ખાણ, પ્ર.૨૪૧ ભાવ પ્રાણો કયા કયા છે ? ઉ.ર૪૧ ભાવ પ્રાણો અનેક પ્રકારના છે. જેમ કે જ્ઞાન-દર્શન-ચારિત્ર અનંતવીર્ય ઇત્યાદિ આત્મિક ગુણો જેટલા છે તે બધા ભાવ પ્રાર્ય કહેવાય છે. પ્ર.૨૪૨ દ્રવ્ય પ્રાણો કેટલા છે ? કયા કયા ? ઉ.૨૪૨ પ્રાણો દશ છે. તે આ પ્રમાણે (૧) સ્પર્શેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય, (૩) ધ્રાણેન્દ્રિય, (૪) રાસુરીન્દ્રિય, (૫) શ્રોતેન્દ્રિય, (૬) કાચબલ, (૭) વચનબલ, (૮) મનબલ, (૯) આયુષ્ય અને (૧૦) શ્વાસોચ્છવાસ. આ દસ પ્રાણો છે. પ્ર.૨૪૩ લબ્ધિ પર્યાપ્તા એકેન્દ્રિય જીોમાં કેટલા પ્રાણી હોય છે ? ઉ.૨૪૩ એકેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો એક પ્રાણવાળા પણ હોય છે, બે પ્રાણવાળા હોય છે, ત્રણ પ્રાણવાળા પણ હોય છે અને ચોથો પ્રાણ અવશ્ય અધુરોજ હોય છે. પ્ર.૨૪૪ પર્યાપ્તા એકેન્દ્રિય જીવોને કેટલા પ્રાણો હોય છે ? કયા કયા ? ઉ.ર૪૪, પર્યાપ્ત એકેન્દ્રિય જીવોને ચાર પ્રાણ સંપૂર્ણ હોય છે. (૧) આયુષ્ય પ્રાણ, (૨) કાયબલ, (૩) સ્પર્શેન્દ્રિય અને (૪) શ્વાસોચ્છવાસ. પ્ર.૨૪૫ લબ્ધિ અપર્યાપ્તા બેઇન્દ્રિય જીવોને કેટલા પ્રાણો હોય છે ? ઉ.૨૪૫ લબ્ધિ અપમા બેઇન્દ્રિય જીવો એક પ્રાણવાળા હોય છે. બે પ્રાણવાળા હોય છે, પાંચ પ્રાણવાળા પણ હોય છે, પાંચમો પ્રાણ અઘરો પણ હોય છે અને છઠ્ઠો પ્રાણ અવશ્ય અધુરો જ હોય છે. ૫.૨૪૬ બેઇન્દ્રિય પર્યાપ્તા જીવોને કેટલા પ્રાણોં હોય છે ? કયા કયા ? ઉ,૨૪૬ - બેઇન્દ્રિય પર્યાપ્ત જીવોને છ પ્રાણ હોય છે. (૧) આયુષ્ય, (૨) કાયબલ, (૩) સ્પર્શેન્દ્રિય, (૪) રસનેન્દ્રિય, (૫) શ્વાસોચ્છવાસ તથા (૬) વચનબલ. પ્ર.૨૪૭ લબ્ધિ અપર્યાપ્તા તૈઇન્દ્રિય જીવોને કેટલા કેટલા પ્રાણો ઘટી શકે ? ઉ.ર૪૭ લબ્ધિ અપર્યાપ્તતા તેઇન્દ્રિય જીવો એક પ્રાણવાળા હોય, બે પ્રાણવાળા હોય, પાંચ પ્રાણવાળા હોય, છ પ્રાણવાળા પણ હોય છે અને છઠ્ઠા અધુરા પ્રાણવાળા પણ હોય છે અને સાતમો પ્રાણ અવશ્ય અધુરો રહે છે. પ્ર.૨૪૮ તેઇન્દ્રિય પર્યાપ્તા જીવોને કેટલા પ્રાણો કહેલા છે ? કયા કયા ? ઉ,૨૪૮ તેઇન્દ્રિય પર્યાપ્તા જીવોને સાત પ્રાણો હોય છે. (૧) આયુષ્ય, (૨) કારાબલ, (૩) સ્પર્શેન્દ્રિય, (૪) રસનેન્દ્રિય, (૫) ઘ્રાણેન્દ્રિય, (૬) શ્વાર્સોચ્છવાસ અને (૬) વચનબલ. આ સાત પ્રાર્ણા હોય છે. ૫.૨૪૯ લબ્ધિ પર્યાપ્તા ઉરીન્દ્રિય જીવોને કેટલા પ્રાણી હોઇ શકે ? Page 25 of 106 Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉ.૨૪૯ લબ્ધિ અપર્યાપ્તા ચઉરીન્દ્રિય જીવો એક પ્રાણવાળા, બે પ્રાણવાળા, છ પ્રાણવાળા હોય છે. તથા સાત પ્રાણવાળા હોય છે અને સાતમાં પ્રાણ અધુરાવાળા પણ હોય છે. આઠમો ખાણ અધુરો રહે છે. પ્ર.૨૫૦ ચઉરીન્દ્રિય પર્યાપ્ત જીવોને કેટલા પ્રાણો કહેલા છે ? કયા કયા ? ઉ.૨૫૦ ચઉરીન્દ્રિય પર્યાપ્તા જીવોને આઠ પ્રાણો હોય છે. (૧) આયુષ્ય, (૨) કાયબલ, (૩) સ્પર્શના, (૪) રસના, (૫) ધ્રાણ, (૬) ચક્ષરીન્દ્રિય, (૭) શ્વાસોચ્છવાસ અને (૮) વચનબલ પ્રાણ હોય છે. પ્ર.૨૫૧ અસન્ની લબ્ધિ અપર્યાપ્તા જીવોને કેટલા કેટલા પ્રાણો ઘટી શકે છે ? ઉ.૨૫૧ અસન્ની લબ્ધિ અપર્યાપ્તા જીવોને એક બે પ્રાણ સાત પ્રાણ હોય, આઠ પ્રાણ હોય અથવા આઠમાં પ્રાણ અધુરો પણ હોય અને નવમાં પ્રાણ અવશ્ય અધુરો રહે છે. પ્ર.૨૫૨ અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને કેટલા પ્રાણો હોય છે ? કયા કયા ? ઉ.૨પર અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને નવ પ્રાણો હોય છે. (૧) આયુષ્ય, (૨) કાયબલ, (૩) સ્પર્શના, (૪) રસના, (૫) ધ્રાણ, (૬) ચક્ષુ, (૭) શ્રોતેન્દ્રિય, (૮) શ્વાસોચ્છવાસ અને (૯) વચનબલ. આ નવ પ્રાણ હોય છે. પ્ર.૨૫૩ સન્ની પંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્ત જીવોને કેટલા કેટલા પ્રાણ હોય છે ? ઉ.૨૫૩ સન્ની પંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો એક પ્રાણવાળા હોય, બે પ્રાણવાળા હોય, સાત પ્રાણવાળા હોય, આઠ પ્રાણવાળા હોય અથવા આઠમો પ્રાણ અધુરો પણ હોય, નવ પ્રાણવાળા હોય અને કેટલાકને નવો પ્રાણ અધુરો પણ હોય તથા દશમાં પ્રાણ અવશ્ય અધુરો રહે છે. પ્ર.૨૫૪ સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને કેટલા પ્રાણો હોય છે ? ઉ.૨૫૪ સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને દશ દશ પ્રાણો હોય છે. પ્ર.ર૫૫ દરેક જીવોને એક પ્રાણ તથા બે પ્રાણો કહ્યા છે, તે ક્યારે હોય અને કયા કયા હોય ? ઉ.૨૫૫ દરેક જીવો મરણ પામી પરભવમાં જતા હોય છે ત્યારે આયુષ્ય નામનો એક પ્રાણ હોય છે અને શરીર પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી કાયબલ નામનો બીજો પ્રાણ હોય છે. એમ બે પ્રાણ હોય છે. પ્ર.૨૫૬ બીજા બધા પ્રાણો કઇ રીતે સમજવા ? ઉ.૨૫૬ શરીર પર્યાપ્તિ પછી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી દરેકને ઇન્દ્રિયો અધિક અધિક હોવાથી પ્રાણો વધે છે. શ્વાસોચ્છવાસ પર્યાતિથી એક શ્વાસોચ્છવાસ પ્રાણ વધે, ભાષા પર્યાતિથી વચનબલ નામનો પ્રાણ જેને વધતો હોય તે જીવોને વધે છે તથા મન:પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જે જીવોને વધતો હોય તે જીવોને મનબલ નામનો પ્રાણ વધે છે. આ કારણથી દરેક જીવોને પ્રાણોમાં જુદાપણું થાય છે, આનું વિશેષ સ્વરૂપ ‘જીવવિચાર' ની પ્રશ્નોત્તરીમાં આપેલ છે. ત્યાંથી જાણી લેવું આ રીતે નવતત્ત્વમાંથી જીવ તત્ત્વ પૂર્ણ થયું. धम्माडधम्मा-गासा, तिय तिय भेया तहेव अद्धा य । खंधा देस पाएसा, परमाणु अजीव चउदसहा IIII ભાવાર્થ - ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયના ત્રણ ત્રણ ભેદ તથા કાલ અને પુદગલાસ્તિકાયના ચાર ભેદ સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણું એમ અજીવના ૧૪ ભેદો થાય છે. પ્ર.૨૫૭ અસ્તિકાય કોને કહેવાય ? ઉ.૨૫૭ અતિ એટલે પ્રદેશો, કાય એટલે સમુદાય (સમુહ) અર્થાત પ્રદેશોનો જે સમુદાય તેનું નામ અસ્તિકાય કહેવાય છે. Page 26 of 106 Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૨૫૮ કાળને અસ્તિકાય જોડીને કાલાસ્તિકાય કેમ ન કહેવાય ? ઉ.૨૫૮ કાળ એક વર્તમાન સમયરૂપ હાવાથી તેના પ્રદેશો હોતા નથી, તેથી કાળાસ્તિકાય કહી શકાય નહીં, માટે કાળ એ ભેદ જુદો ગણેલો છે. પ્ર.૨૫૯ અસ્તિકાયવાળા પદાર્થો કેટલા છે ? કયા કયા ? ઉ.૨૫૯ અસ્તિકાયવાળા પદાર્થો પાંચ છે. તે આ પ્રમાણે. (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય અને (૫) પુદ્ગલાસ્તિકાય. પ્ર.૨૬૦ પાંચે અસ્તિકાય પદાર્થો ક્યાં ક્યાં રહેલા છે ? ઉ.૨૬૦ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય આ ચારે અસ્તિકાય પદાર્થો લોકમાં રહેલા છે અને આકાશાસ્તિકાય નામનો પદાર્થ લોક અને અલોક બન્નેમાં રહેલો છે. પ્ર.૨૬૧ અસ્તિકાયના કેટલા કેટલા ભેદો થાય છે ? કયા કયા ? ઉ.૨૬૧ અસ્તિકાય હોય તેના ત્રણ ભેદો થઇ શકે છે. તે આ પ્રમાણે. (૧) સ્કંધ, (૨) દેશ અને (૩) પ્રદેશ. પ્ર.૨૬૨ સ્કંધ કેટલા પ્રકારના કહ્યા છે ? અને કયા કયા ? ઉ.૨૬૨ સ્કંધ બે પ્રકારના કહેલ છે. (૧) સ્વાભાવિક સ્કંધ, (૨) વૈભાવિક કંધ. પ્ર.૨૬૩ સ્વાભાવિક સ્કંધ કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ.૨૬૩ સ્વાભાવિક સ્કંધ ચાર પ્રકારે છે. (૧) જીવાસ્તિકાય, (૨) ધર્માસ્તિકાય, (૩) અધર્માસ્તિકાય, (૪) આકાશાસ્તિકાય. આ પદાર્થોના કદી પણ વિભાગ પડતા ન હોવાથી સ્વાભાવિક સ્કંધો કહેવાય છે. પ્ર.૨૬૪ વૈભાવિક સ્કંધના કેટલા ભેદ છે ? કયા ? ઉ.૨૬૪ વૈભાવિક સ્કંધનો એક પ્રકાર છે. પુદ્ગલાસ્તિકાય રુપ છે, તે પુદ્ગલાસ્તિકાયના અનંતા સ્કંધો થઇ શકે છે, માટે તેને વૈભાવિક સ્કંધ કહેલો છે. પ્ર.૨૬૫ સ્કંધ કોને કહેવાય ? ઉ.૨૬૫ વસ્તુનો આખો ભાગ તે સ્કંધ કહેવાય છે, અથવા કોઇપણ વસ્તુને આખી કલ્પીએ તે સ્કંધ કહેવાય છ. પ્ર.૨૬૬ દેશ કોને કહેવાય ? ઉ.૨૬૬ સ્કંધની અપેક્ષાએ ન્યૂન અવિભાજ્ય જે ભાગ તે દેશ કહેવાય છે, અર્થાત્ જે સ્કંધ કલ્પેલો હોય છે, તેનો અમુક ભાગ કલ્પવો તેને દેશ કહેવાય છે. પ્ર.૨૬૭ પ્રદેશ કોને કહેવાય છે ? ઉ.૨૬૭ સ્કંધનો નાનામાં નાનો જે અંશ હોય છે, જે અંશના કેવલી ભગવંતો પણ બે ભાગ કલ્પી ન શકે, તેવો ભાગ સ્કંધની સાથે રહેલો હોય તેને પ્રદેશ કહેવાય છે. પ્રદેશ પ્ર.૨૬૮ ધર્માસ્તિકાયનો જે સ્કંધ છે, તે કેટલા પ્રમાણ વાળો છે ? ઉ.૨૬૮ ધર્માસ્તિકાયનો સ્કંધ ચૌદ રાજલોક પ્રમાણ છે. પ્ર.૨૬૯ ધર્માસ્તિકાયનો દેશ છે, તે કેટલા કેટલા પ્રમાણ વાળો છે ? ઉ.૨૬૯ ધર્માસ્તિકાયના દેશો ઘણા થઇ શકે છે, યાવત્ અસંખ્યાતા પણ થઇ શકે છે, જેમકે એક ન્યૂન, , ત્રણ પ્રદેશ ન્યૂન યાવત્ બે પ્રદેશી જે દેશ તે પણ ધર્માસ્તિકાયનો દેશ કહેવાય ન્યૂન, Page 27 of 106 બે પ્રદેશ Page #28 -------------------------------------------------------------------------- ________________ છે. પ્ર.૨૭૦ ધર્માસ્તિકાયના પ્રદેશો કેટલા કહેલા છે ? ઉ.૨૭૦ ધર્માસ્તિકાયના પ્રદેશો અસંખ્યાતા કહેલા છે જે, નાનામાં નાનો અંશ જેનો કેવલી ભગવંતો બે ભાગ કલ્પી ન શકે, તેવા અંશોનો પ્રદેશ કહેવાય છે. પ્ર.૨૭૧ અધર્માસ્તિકાયના સ્કંધો કેટલા પ્રમાણવાળા હોય છે ? ઉ.૨૭૧ અધર્માસ્તિકાયનો સ્કંધ ચૌદ રાજલોક પ્રમાણવાળો હોય છે અને તે ચૌદ રાજલોકના આકારે જ રહેલો છે. પ્ર.૨૭૨ અધર્માસ્તિકાયના દેશો કેટલા કેટલા પ્રમાણવાળા હોય છે ? ઉ.૨૭૨ અધર્માસ્તિકાયના દેશ કલ્પીએ તો અસંખ્યાતા થાય છે અને તે એક પ્રદેશ ન્યૂન, બે પ્રદેશ ન્યૂન યાવત્ બે પ્રદેશ વાળો જે હોય તે બધા દેશો કહેવાય છે. પ્ર.૨૭૩ અધર્માસ્તિકાયના પ્રદેશો કેટલા હોય છે ? ? ઉ.૨૭૩ ધર્માસ્તિકાયના પ્રદેશો અસંખ્યાતા કહેલા છે, તેટલા જ પ્રદેશો અધર્માસ્તિકાયના છે. પ્ર.૨૭૪ આકાશાસ્તિકાયનો સ્કંધ કેટલા પ્રમાણવાળો હોય છે ? અને તેનો આકાર કેવો છે ઉ.૨૭૪ આકાશાસ્તિકાયનો સ્કંધ લોક અને આલોક સંપૂર્ણ પ્રમાણવાળો છે, તેનો આકાર ગોળાકારે છે. પ્ર.૨૭૫ આકાશાસ્તિકાયના દેશ કેટલા થાય છે ? ઉ.૨૭૫ આકાશાસ્તિકાયના દેશ અનંતા થાય છે અને નાનામાં નાનો દેશ એ આકાશાસ્તિકાય રૂપ કલ્પીએ તે ગણાય છે. પ્ર.૨૭૬ આકાશાસ્તિકાયના પ્રદેશો કેટલા કહેલા છે ? ઉ.૨૭૬ આકાશાસ્તિકાયના પ્રદેશો અનંતા કહેલા છે. પ્ર.૨૭૭ લોકાસ્તિકાયનો સ્કંધ કેટલા પ્રમાણવાળો હોય છે ? ઉ.૨૭૭ લોકાસ્તિકાયનો સ્કંધ ચૌદ રાજલોક પ્રમાણ છે અને તેનો આકાર ચૌદ રાજલોકનો જે આકાર છે તે પ્રમાણે છે. પ્ર.૨૭૮ લોકાસ્તિકાયના દેશ કેટલા થાય છે ? ઉ.૨૭૮ લોકાસ્તિકાયના દેશો અસંખ્યાતા થાય છે, તે ધર્માસ્તિકાયના દેશો પ્રમાણે જાણવા. પ્ર.૨૭૯ લોકાસ્તિકાયના પ્રદેશા કેટલા થાય છે ? ઉ.૨૭૯ લોકાસ્તિકાયના પ્રદેશો અસંખ્યાતા થાય છે. પ્ર.૨૮૦ પુદ્ગલાસ્તિકાયના સ્કંધો કેટલા થાય છે ? ઉ.૨૮૦ પુદ્ગલાસ્તિકાયના સ્કંધો અનંતા થાય છે અને તેમાં મોટામાં મોટો સ્કંધ ચૌદ રાજલોક પ્રમાણ અચિત્ત મહાકંધ થઇ શકે છે અને નાનામાં નાનો સ્કંધ એક પ્રદેશી પણ થઇ શકે છે. પ્ર.૨૮૧ પુદ્ગલાસ્તિકાયના દેશો કેટલા છે ? ઉ.૨૮૧ પુદ્ગલાસ્તિકાયના જેટલા સ્કંધો છે તેમાંનો જેટલો જેટલો ભાગ કલ્પીએ તે દેશ કહેવાય છે. તેવા દેશો પણ અનંતા થાય છે. પ્ર.૨૮૨ પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો કેટલા કહેલા છે ? Page 28 of 106 Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉ.૨૮૨ પગલાસ્તિકાયના પ્રદેશો અનંતા કહેલા છે, કારણ કે અનંત પ્રદેશી સ્કંધો પણ હોય છે. પ્ર.૨૮૩ ૫ગલાસ્તિકાયના પરમાણુઓ કેટલા કહેલા છે ? ઉ.૨૮૩ પુદ્ગલાસ્તિકાયના પરમાણુ અનંતા હોય છે. પ્ર.૨૮૪ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં પરમાણું રુપ ચોથો ભેદ કેમ ન હોય ? ઉ.૨૮૪ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય એ ચાર દ્રવ્યના યથા. સંભવ અસંખ્યાતા તથા અનંત પ્રદેશો હોય છે, પરંતુ તે પ્રદેશો તેમાંથી કોઇવાર છુટો પડ્યો નથી, વર્તમાનમાં છુટો પડતો નથી અને ભવિષ્યમાં છુટો પડશે નહિ. એવા શાશ્વત સંબંધવાળા સ્કંધો વિદ્યમાના રહેલા હોવાથી એ ચારેય દ્રવ્યમાં પરમાણુરૂપ ચોથો ભેદ પડતો નથી, પરંતુ પુગલ દ્રવ્યના તો અનંતા પરમાણુઓ જગતમાં છુટા પડેલા છે, વર્તમાનમાં પડે છે અને ભવિષ્યમાં રહેશે, માટે પરમાણુ રૂપ ચોથો ભેદ હોય છે. પ્ર.૨૮૫ પ્રદેશ મોટો કે પરમાણુ મોટો ? ઉ.૨૮૫ પ્રદેશ અને પરમાણુ બન્ને એક સરખા કદના જ હોય છે. કોઇપણ નાનો મોટો નથી પરંતુ સ્કંધની સાથે રહેલો પ્રદેશ કહેવાય તે સ્કંધથી છુટો પડે ત્યારે પરમાણુ કહેવાય છે. धम्मा-धम्मा पुग्गल, नह कालो पंच हुंति अज्जीवा, चलण सहावोधम्मो, थिर संठाणो अहम्मोय ||९|| अवगाहो आगासं, पुग्गल-जीवाण पुग्गला चउहा, खंधा देस पाएसा, परमाण चेव नायव्वा ||१०|| ભાવાર્થ :- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ આ પાંચ અજીવો હોય છે. ધર્માસ્તિકાયનો સ્વભાવ ગતિ આપવાનો છે. અધર્માસ્તિકાયનો સ્વભાવ સ્થિર રાખવાનો છે. આકાશાસ્તિકાયનો સ્વભાવ જગ્યા આપવાનો છે. પુગલ અને જીવોને આપે છે. પુગલો ચાર પ્રકારના કહેલાં છે. સ્કંધરૂપ, દેશરૂપ પુદ્ગલ, પ્રદેશરૂપ પુદ્ગલ અને પરમાણુરૂપ પુદ્ગલો જાણવા. પ્ર.૨૮૬ અજીવો કેટલા પ્રકારે કહ્યા છે ? ઉ.૨૮૬ અજીવો પાંચ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) પુદ્ગલાસ્તિકાય, (૪) આકાશાસ્તિકાય અને (૫) કાળ. પ્ર.૨૮૭ જીવ અને પુદગલ દ્રવ્યોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં-દોડવામાં કોને કયું દ્રવ્ય સહાયક થાય છે ? ઉ.૨૮૭ જીવ અને પુગલોને જવામાં-દોડવામાં, ચાલવામાં એક અજીવ દ્રવ્ય સહાયક છે, જે ધર્માસ્તિકાય છે, તેના કારણે ગતિ થાય છે. પ્ર.૨૮૮ જીવ અને પુદ્ગલોને સ્થિર રાખવામાં સહાયભૂત કર્યું અજીવ દ્રવ્ય છે ? ઉ.૨૮૮ જીવ અને પુદ્ગલોને સ્થિર રાખવામાં સહાયભૂત અજીવ દ્રવ્ય એક અધર્માસ્તિકાય છે. પ્ર.૨૮૯ જીવ અને પુદ્ગલોને અવકાશ આપનાર અજીવ દ્રવ્યનું નામ શું છે ? ઉ.૨૮૯ જીવ અને પુદ્ગલોને અવકાશ આપનારું અજીવ દ્રવ્ય આકાશાસ્તિકાય નામનું છે. પ્ર.૨૯૦ પુદ્ગલો કોને કહેવાય ? ઉ.૨૯૦ પ્રતિ સમય પૂરણ (મળવું) ગલન (વિખરવું) સ્વભાવવાળો જે પદાર્થ હોય છે, તે પુદ્ગલા કહેવાય છે. Page 29 of 106 Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૨૯૧ પુદ્ગલ દ્રવ્યમાં સ્વાભાવિક શું છે ? અને વિભાવ ધર્મવાળાં પુદ્ગલો ક્યાં છે ? ઉ.૨૯૧ પુદ્ગલ દ્રવ્યમાં સ્વાભાવિક ધર્મવાળા પરમાણુઓ કહેલા છે, અને વિભાવ દશાવાળા દ્વિપ્રદેશી, ત્રણ પ્રદેશી, યાવત્ સંખ્યાતા પ્રદેશી, અસંખ્યાતા પ્રદેશી અને અનંત પ્રદેશી રૂપ પુદ્ગલ સ્કંધો કહેલા છે. પ્ર.૨૯૨ સ્કંધ શબ્દની નિયુક્તિ અર્થ શું છે ? ઉ.૨૯૨ સ્કંધ એટલે સ્કન્દન્ત અર્થાત્ પુદ્ગલોના વિખરવાથી શોષાય અને ધ એટલે ધયન્તે અર્થાત્ પુદ્ગલો મળવા વડે પોસાય તે સ્કંધ શબ્દની નિયુક્તિ અર્થ છે. પ્ર.૨૯૩ કાળ કેટલા પ્રકારોનો છે ? કયો કયો ? ઉ.૨૯૩ કાળ બે પ્રકારનો કહેલો છે, (૧) નિશ્ચય કાળ અને (૨) વ્યવહાર કાળ. પ્ર.૨૯૪ નિશ્ચય કાળ કેટલા સમયનો છે ? ઉ.૨૯૪ નિશ્ચય કાળ વર્તમાન રુપ એક સમયનો કહેલો છે. પ્ર.૨૯૫ વ્યવહાર કાળ કેટલા સમયનો છે ? ઉ.૨૯૫ વ્યવહાર કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ રૂપ ભેદવાળો પણ હોય છે. પ્ર.૨૯૬ ધર્માસ્તિકાય દ્રવ્ય, દ્રવ્યથી, કાળથી, ક્ષેત્રથી, ભાવથી અને સંસ્થાનથી કયા કયા સ્વભાવવાળું છે ? ઉ.૨૯૬ ધર્માસ્તિકાય દ્રવ્ય દ્રવ્યથી એક જ છે, ક્ષેત્રથી લોકાકાશ પ્રમાણ છે, કાળથી અનાદિ અનંત છે. ભાવથી-વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ રહિત અરૂપી છે. ગુણથી ગતિ સહાયક ગુણવાળું છે તથા સંસ્થાનથી લોકની આકૃતિ જેવું તૂલ્ય છે. પ્ર.૨૯૭ અધર્માસ્તિકાય દ્રવ્ય દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, ગુણથી અને સંસ્થાનથી કયા કયા આકારવાળું છે ? ઉ.૨૯૭ અધર્માસ્તિકાય દ્રવ્ય દ્રવ્યથી એક છે. ક્ષેત્રથી સમગ્ર લોકાકાશ પ્રમાણ છે. કાળથી અનાદિ કાળથી છે, અનંતકાળ રહેવાનું છે ભાવથી વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને શબ્દ રહિત હોવાથી અરૂપી છે. ગુણથી સ્થિતિ સહાયકવાળું છે, સંસ્થાનથી લોકાકૃતિ તૂલ્ય છે. પ્ર.૨૯૮ આકાશાસ્તિકાય દ્રવ્ય દ્રવ્યથી, છે, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, ગુણથી અને સંસ્થાનથી કેવા કેવા પ્રકારનું કહેલું છે ? ૨૯૮ આકાશાસ્તિકાય દ્રવ્ય દ્રવ્યથી એક છે, ક્ષેત્રથી લોકાલોક પ્રમાણ છે, કાળથી અનાદિ અનંત છે, ભાવથી વર્ગાદિ રહિત અરૂપી છે, ગુણથી અવકાશ ગુણવાળું છે સંસ્થાનથી નકકર ગોળા સરખું (તેના જેવી આકૃતિવાળો) છે. પ્ર.૨૯૯ પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, ગુણથી, અને સંસ્થાનથી કેવા કેવા પ્રકારે કહેલું છે ? પ્ર.૨૯૯ પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય દ્રવ્યથી અનંતા છે. ક્ષેત્રથી સમગ્ર લોક પ્રમાણ છે. કાળથી અનાદિ અનંત છે. ભાવથી વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને શબ્દ સહિત રૂપી છે. ગુણથી પૂરણ ગલન સ્વભાવવાળો છે અને સંસ્થાનથી પરિમંડલાદિ પાંચ આકૃતિવાળો છે. પ્ર.૩૦૦ પરિમંડલાદિ પાંચ સંસ્થાનો કયા કયા છે ? ઉ.૩૦૦ (૧) બંગડી જેવું ગોળ, (૨) થાળી જેવું ગોળ, (૩) ત્રણ ખૂણાવાળું, (૪) ચાર ખૂણાવાળું, Page 30 of 106 Page #31 -------------------------------------------------------------------------- ________________ (૫) લાબુ. (૬) આ પાંચ પ્રકારના સંસ્થાનો છે. - પ્ર.૩૦૧ જીવાસ્તિકાય દ્રવ્ય દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, ગુણથી અને સંસ્થાનથી કેવા કેવા અને કેટલા કેટલા પ્રમાણવાળા છે ? ઉ.૩૦૧ જીવાસ્તિકાય દ્રવ્ય દ્રવ્યથી અનંતા છે, ક્ષેત્રથી સમગ્ર લોક પ્રમાણ છે. કાળથી અનાદિ અનંત છે. ભાવથી વર્ણાદિ રહિત અરૂપી છે. ગુણથી જ્ઞાન-દર્શનાદિ ગુણ યુક્ત છે. સંસ્થાનથી શરીર તુલ્ય વિવિધ આકૃતિ રુપ છે. પ્ર.૩૦૨ કાળ દ્રવ્ય દ્રવ્યથી, ક્ષેત્રથી, ભાવથી અને સંસ્થાનથી કઇ કઇ આકૃતિવાળો છે ? ઉ.૩૦૨ કાળ દ્રવ્ય દ્રવ્યથી અનંત છે, ક્ષેત્રથી અઢીદ્વીપ પ્રમાણ જ છે, કાળથી અનાદિ અનંત છે. ભાવથી વર્ણાદિ રહિત અરૂપી છે, અને ગુણથી વર્તનાદિ પર્યાય રૂપ છે અને સંસ્થાન કોઇ છે નહિં, સિધ્ધાંતમાં સંસ્થાન કહેલું નથી. सद॑धयार उज्जोअ, पभा छाया तवेहि आ। वण्ण गंध रसा फासा, पुग्गालाणं तु लक्खणं ।।११।। ભાવાર્થ - શબ્દ-અધંકાર-ઉધોત-પ્રભા-છાયા અને આતાપ વડે સહિત વર્ગો-ગંધો-રસો અને સ્પર્શી એ પુદ્ગલોનું જ લક્ષણ છે. પ્ર.૩૦૩ પુદ્ગલોનું લક્ષણ શું કહેલું છે ? ઉ.૩૦૩ પુદ્ગલોનું લક્ષણ આ પ્રમાણે છે. શબ્દ-અંધકાર-ઉધોત-પ્રભા-છાયા આતાપ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. આ બધા પુદગલોનાં લક્ષણો કહ્યાં છે, એટલે કે આ બધા ગુણો પુદ્ગલોમાં રહેલાં છે. પ્ર.૩૦૪ શબ્દ કેટલા પ્રકારના છે ? કયા કયા ? ઉ.૩૦૪ શબ્દ ત્રણ પ્રકારના કહેલાં છે. (૧) સચિત્ત શબ્દ, (૨) અચિત્ત શબ્દ, (૩) મિશ્ર શબ્દ. પ્ર.૩૦૫ સચિત્ત શબ્દો શેનાથી ઉત્પન્ન થાય છે ? ઉ.૩૦૫ સચિત્ત શબ્દ જીવથી ઉત્પન્ન થાય છે. જીવ મુખ વડે બોલે તે સચિત્ત શબ્દ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો જે બોલે છે, તે સચિત્ત શબ્દ છે. પ્ર.૩૦૬ અચિત્ત શબ્દ શેનાથી ઉત્પન્ન થાય છે ? ઉ.૩૦૬ પથ્થર વગેરે પરસ્પર અથડાવવાથી જે અવાજ ઉત્પન્ન થાય છે તે અચિત્ત શબ્દ કહેવાય છે. પ્ર.૩૦૭ મિશ્ર શબ્દો કોને કહેવાય છે ? ઉ.૩૦૭ જીવના પ્રયત્ન વડે વાગતાં મૃદંગો, ભુંગળ આદિને વગાડાય છે, તેના જે શબ્દો તે મિશ્ર શબ્દ કહેવાય છે. પ્ર.૩૦૮ શબ્દની ઉત્પત્તિ જૈન શાસન શેમાંથી માને છે ? શાથી ? ઉ.૩૦૮ શબ્દની ઉત્પત્તિ જૈન દર્શનના મતે પુગલમાંથી જ થાય છે. કારણ કે શબ્દ પોતે જ પુદ્ગલા રૂપ છે. પ્ર.૩૦૯ નેયાયિકો શબ્દની ઉત્પત્તિ શમાંથી માને છે ? ઉ.૩૦૯ નૈયાયિકો શબ્દને આકાશમાંથી ઉત્પન્ન થયેલા માને છે અને આકાશનો ગુણ કહે છે. પ્ર.૩૧૦ નૈયાયિકો શબ્દને આકાશમાંથી ઉત્પન્ન થયેલો માને છે ? તે કયા કારણે ખોટું છે ? ઉ.૩૧૦ નૈયાયિકો માને છે તે વાત કદી સંગત થતી નથી, કારણ કે આકાશ પોતે અરૂપી છે અને શબ્દ પોતે રૂપી છે. અરૂપી ચીજોમાંથી કદી રૂપી ચીજો ઉત્પન્ન થાય નહિ, જ્યારે પૂગલ પોતે રૂપી છે અને Page 31 of 106 Page #32 -------------------------------------------------------------------------- ________________ શબ્દ રૂપી છે, તેથી શબ્દ એ આકાશનો નહિ પણ પુદ્ગલનો ગુણ છે. પ્ર.૩૧૧ અંધકાર કઇ ઇન્દ્રિયથી ગ્રાહ્ય થાય છે ? ઉ.૩૧૧ અંધકાર ધ્રાણેન્દ્રિય ગ્રાહ્ય શાસ્ત્રોમાં કહેલો છે અને અંધકાર એ પણ યુગલ સ્કંધ રૂપ જ છે. પ્ર.૩૧૨ ઉધોતના પુદગલો શેમાંથી નીકળે છે ? ઉ.૩૧૨ શીત વસ્તુનો શીત પ્રકાશ તે ઉધોત કહેવાય છે. સૂર્ય સિવાયના દેખાતા ચન્દ્રાદિ જ્યોતિષી. વિમાનોનો આગીઓ વગેરે જીવોનો અને ચન્દ્રકાન્તાદિ રત્નોનો જે પ્રકાશ છે, તે ઉધોત નામકર્મના ઉદયથી છે, માટે ઉધોત કહેવાય છે. પ્ર.૩૧૩ પ્રભા કોને કહેવાય છે ? ઉ.૩૧૩ ચંદ્ર તથા સૂર્યના પ્રકાશમાંથી જે બીજા કિરણો રહિત ઉપપ્રકાશ પડે છે, તે પ્રભા કહેવાય છે, અને તે સારાય પુદ્ગલ સ્કંધો છે. જો તેમ ન હોય તો સૂર્યના કિરણો જ્યાં પડતાં હોય તો તેની બાજુમાં કિરણો ન પડતાં હોય ત્યાં અંધકાર હોય અને કિરણ પડતાં હોય ત્યાં પ્રકાશ હોય પણ તેમ બનતું નથી. બીજે પણ પ્રકાશ રહે છે, માટે તે પ્રભા કહેવાય છે. પ્ર.૩૧૪ છાયા કોને કહેવાય ? ઉ.૩૧૪ દર્પણમાં અથવા પ્રકાશમાં પડતું જે પ્રતિબિંબ તેને છાયા કહેવાય છે. પ્ર.૩૧૫ આતાપ કોને કહેવાય ? ઉ.૩૧૫ શીત વસ્તુનો ઉષ્ણ પ્રકાશ હોય તે આતાપ કહેવાય છે. આવો પ્રકાશ સૂર્યના વિમાનમાં રહેલા બાદર પર્યાપ્ત પૃથ્વીકાય જીવોનાં શરીરોનો હોય છે. પ્ર.૩૧૬ વર્ણ કેટલા પ્રકારના છે ? કયા કયા ? ઉ.૩૧૬ વર્ણ પાંચ પ્રકારના શાસ્ત્રોમાં કહેલા છે. (૧) શ્વેત વર્ણ, (૨) પીળો વર્ણ, (૩) લાલ વર્ણ, (૪) નીલવર્ણ અન (૫) કાળો વર્ણ. વાદળી ગુલાબી આદિ જે અનેક વર્ણ ભેદો છે, તે આ પાંચ વર્ણમાંના કોઇ પણ એક ભેદની તારતમ્યવાળા અથવા અનેક વર્ણના સંયોગથી ઉત્પન્ન થયેલા જાણવા જોઇએ. પ્ર.૩૧૭ પરમાણુમાં કેટલા વર્ષો રહેલા હોય છે ? અને દ્વિદેશી ઢંધોમાં કેટલા વર્ષો હોય છે ઉ.૩૧૭ પરમાણુ આદિ દરેક પૂગલ માત્રમાં તે વર્ષો હોય છે. અને દ્વિપ્રદેશી વગેરે સ્કંધોમાં એકથી પાંચ વર્ણો યથા સંભવ રહેલા હોય છે. પ્ર.૩૧૮ ગંધ કેટલા પ્રકારે છે ? કઇ કઇ? અને પરમાણુ આદિ પુદ્ગલોમાં કેટલી ગંધ હોય છે ? ઉ.૩૧૮ ગંધ બે પ્રકારે છે. (૧) સુગંધ અને દુર્ગધ. પરમાણુમાં કોઇપણ એક ગંધ હોય છે, જ્યારે દ્વિપ્રદેશી આદિ સ્કંધોમાં બન્ને ગંધ હોય છે. પ્ર.૩૧૯ રસ કેટલા પ્રકારે છે ? કયા કયાં ? ઉ.૩૧૯ રસ પાંચ પ્રકારના કહેલા છે. (૧) તિખો રસ, (૨) કડવો રસ, (૩) તુરો રસ, (૪) ખાટો રસ અને (૫) મીઠો (મધુરો) રસ, ખારો રસ લોકમાં ગણાય છે પણ તે મધુર રસની અંતરગત જાણવો. પ્ર.૩૨૦ સ્પર્શ કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ.૩૨૦ સ્પર્શ આઠ પ્રકારના કહેલા છે. (૧) શીત (ઠંડો) સ્પર્શ, (૨) ઉષ્ણ (ગરમ) સ્પ, (૩) Page 32 of 106 Page #33 -------------------------------------------------------------------------- ________________ સ્નિગ્ધ (ચીકણો) સ્પર્શ, (૪) રુક્ષ (લુખો) સ્પર્શ, (૫) લધુ (નાનો હલકો) સ્પર્શ, (૬) ગુરૂ સ્પર્શ (ભારે), (૭) કોમળ સ્પર્શ અને (૮) કર્કશ (ખરબચડો) સ્પર્શ આ આઠ સ્પર્શે કહેલા છે. પ્ર.૩૨૧ પરમાણુમાં રસ તથા સ્પર્શ કેટલા કેટલા હોય છે ? ઉ.૩૨૧ પરમાણમાં પાંચ રસમાંથી કોઇ પણ એક જ રસ હોય છે અને સ્પર્શ કોઇ પણ બે હોય છે શીત અને સ્નિગ્ધ હોય અથવા શીત અને રુક્ષ અથવા ઉષ્ણ અને સ્નિગ્ધ અથવા ઉષ્ણ અને રુક્ષ આ. ચારમાંથી કોઇપણ એક પ્રકાર હોય છે. પ્ર.૩૨૨ દ્વિદેશી આદિ સ્કંધોમાં રસ તથા સ્પર્શી કેટલા હોય છે ? ઉ.૩૨૨ સ્કંધોમાં પાંચ રસો યથાયોગ્ય હોય છે અને સ્પર્શ કેટલાક ચાર સ્પર્શ સ્કંધો હોય છે અને કેટલાક આઠ સ્પર્શ સ્કંધો હોય છે. પ્ર.૩૨૩ સૂક્ષ્મ પરિણામી સ્કંધોમાં કેટલા સ્પર્શી હોય છે ? કયા કયા ? ઉ.૩૨૩ સૂક્ષ્મ પરિણામી સ્કંધોમાં ચાર સ્પર્શ હોય છે. (૧) શીત, (૨) ઉષ્ણ, (૩) સ્નિગ્ધ અને (૪). રૂક્ષ આ ચાર સ્પર્શ હોય છે. પ્ર.૩૨૪ બાદર પરિણામી સ્કંધોમાં કેટલા સ્પર્શી હોય છે ? ઉ.૩૨૪ બાદર પરિણામી સ્કંધોમાં આઠ સ્પર્શ હોય છે. પ્ર.૩૨૫ પુગલના વભાવિક પરિણામો કયા કયાં છે ? ઉ.૩૨૫ અંધકાર, ઉધોત, પ્રભા, છાયા અને આતાપ એ બાદર પરિણામવાળા હોવાથી તેમજ બાદર પરિણામી પુદ્ગલ સ્કંધમાંથી ઉત્પન્ન થયેલ હોવાથી તેમજ વેભાવિક પરિણામી કહેવાય છે. પ્ર.૩૨૬ પુગલના સ્વાભાવિક પરિણામો કયા કયા છે ? ઉ.૩૨૬ પુલના સ્વાભાવિક પરિણામો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે, તે પરમાણુ આદિ બધામાં રહેલા હોય છે. एगा कोडि सत सठ्ठि, लक्खा सत्तहुत्तरी सहस्साय, दोय सया सोल-हिआ, आवलिआ इग मुहूत्तम्मि ||१२|| समयावलि मुहुत्ता, दीहा पाखाय मास वरिसा य, भणिओ पलिआ सागर, उस्सप्पिणि-सप्पिणी कालो ||१३|| ભાવાર્થ - એક મુહૂર્તમાં ૧ ક્રોડ સડસઠ લાખ ૭૭ હજાર અને ર૧૬ આવલિકાઓ થાય છે. કાળમાં નાનામાં નાનો સમય, પછી આવલિ, પછી મુહુર્ત, દિવસ, પક્ષ, માસ, વરસ અને પલ્યોપમ-સાગરોપમ, ઉત્સરપિણી અને અવસરપિણી રૂપ કાળ કહેલો છે. પ્ર.૩૨૭ એક મુહૂર્તમાં કેટલી આવલિકાઓ થાય છે ? ઉ.૩૨૭ એક મુહૂર્ત જેટલા કાળમાં ૧, ૬૭, ૭૭, ૨૧૬ આવલિકાઓ થાય છે. પ્ર.૩૨૮ નાનામાં નાનો કાળ સમય છે તે કઇ રીતે જાણી શકાય છે ? ઉ.૩૨૮ અતિ સુક્ષ્મ કાળ જે સમય છે કે જેના કેવલિ ભગવંતની જ્ઞાનશક્તિ વડે પણ બે ભાગા કલ્પી ન શકાય તેવો નિર્વિભાજ્ય ભાગ રૂપ જે કાળ તે સમય કહેવાય છે. જેમ પુદ્ગલ દ્રવ્યનો સૂક્ષ્મ-વિભાગ પરમાણું છે, તેમ કાળનો અતિ સૂક્ષ્મ કાળ તે સમય છે, તે સમયને દ્રષ્ટાંતથી જણાવાય છે. અતિ જીર્ણ વસ્ત્રને જુવાન તંદુરસ્ત નિરોગી એવો કોઇ મનુષ્ય જલ્દીથી ફાડે અને એકના બે ભાગ કરે તેમાં એક તખ્તથી બીજો તનુ એટલે એક દોરાથી બીજો દોરો તૂટતાં અસંખ્યાતા સમયો જાય છે. અથવા તે Page 33 of 106 Page #34 -------------------------------------------------------------------------- ________________ જ જવાને મનુષ્ય કમળના સો પાંદડા ગોઠવીને અતિ તીક્ષ્ણ ભાલો લઇને ભેદે તો તરત જ સો પાંદડા ભેદી નાંખે છે, તેમાં એક પાંદડાથી બીજું પાંદડું ભેદોતાં અસંખ્યાતા સમય જાય છે, એવો નાનામાં નાનો અતિ સૂક્ષ્મ કાળ તે સમય કહેવાય છે. પ્ર.૩૨૯ કેટલા સમયોની એક આવલિકા થાય છે ? ઉ.૩૨૯ અતિ સૂક્ષ્મ જે સમય છે એવા અસંખ્યાતા સમયો ભેગા થાય તેટલા કાળને એક આવલિકા કહેવાય છે. પ્ર.કેટલી આવલિકાઓનો એક ક્ષુલ્લક ભવ થાય છે ? ઉ.૩૩૦ ૨૫૬ આવલિકાનો એક ક્ષુલ્લક ભવ થાય છે. પ્ર.૩૩૧ ક્ષુલ્લક ભવ કોને કહેવાય ? ઉ.૩૩૧ લબ્ધિ અપર્યાપ્તા એકેન્દ્રિય જીવો જુવાન તંદુરસ્ત મનુષ્યોના શ્વાસોચ્છવાસની અંદર એટલે કે એક શ્વાસોચ્છવાસના જેટલા કાળમાં ૧૭ વારથી અધિક જન્મ-મરણ કર્યા કરે છે, તેવા એક જન્મ-મરણનો કાળ તેને ક્ષુલ્લક ભવ કહેવાય છે. પ્ર.૩૩૨ એક શ્વાસોચ્છવાસમાં કેટલી આવલિકાઓ થાય છે ? ઉ.૩૩૨ એક ભવમાં ૨૫૬ આવલિકાઓ થાય છે. અને એક શ્વાસોચ્છવાસમાં ૧૭ણા ભવો થાય છે, તે ૨૫૬ આવલિકાને ૧૭મા ભવે ગુણતાં ૪૪૪૬-૨૪૫૮-૩૦૭૩ આવલિકાઓ થાય છે. પ્ર.૩૩૩ કેટલા પ્રાણનો એક સ્તોક થાય છે તથા કેટલા સ્ટોકનો એક લવ અને કેટલા લવની એક ઘડી થાય છે ? ઉ.૩૩૩ સાત શ્વાસોચ્છવાસનો એક સ્તોક, ૭ સ્તોકનો એક લવ થાય છે અને ૩૮l લવની એક ઘડી થાય છે. પ્ર.૩૩૪ કેટલી ઘડીએ એક મુહૂર્ત થાય ? અથવા એક મુહૂર્તમાં કેટલા લવ થાય છે ? ઉ.૩૩૪ ૨ ઘડીનું એક મુહૂર્ત કહેવાય છે અને મુહૂર્તમાં 99 લવ થાય છે. પ્ર.૩૩૫ જઘન્ય અંતર મુહૂર્ત તથા ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત કેટલા કેટલા સમયનું છે ? ઉ.૩૩૫ જઘન્ય અંતર મુહૂર્ત ૯ સમયનું ગણાય છે અને ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત ૪૮ મિનિટમાં અથવા બે ઘડીમાં એક સમય ન્યૂન કાળને કહેવાય છે. પ્ર.૩૩૬ એક મુહૂર્તમાં કેટલા ક્ષુલ્લક ભવો થાય છે ? ઉ.૩૩૬ એક મુહૂર્તમાં ૬૫૫૩૬ ક્ષુલ્લક ભવો થાય છે. પ્ર.૩૩૭ કેટલા મુહૂર્તનો એક દિવસ થાય ? તથા કેટલા દિવસનો પક્ષ થાય ? કેટલા પક્ષે એક મહિનો થાય ? ઉ.૩૩૦ ત્રીશ મુહૂર્તનો એક દિવસ થાય છે, પંદર દિવસનો એક પક્ષ થાય છે, બે પક્ષનો એક (માસ) મહિનો ગણાય છે. પ્ર.૩૩૮ કેટલા મહિનાનું એક ઉતરાયણ તથા કેટલા મહિનાનું એક દક્ષિણાયન થાય છે ? ઉ.૩૩૮ છ મહિનાનું એક ઉત્તરાયણ અને છ મહિનાનું એક દક્ષિણાયન કહેવાય છે. પ્ર.૩૩૯ કેટલા અયનનું વરસ કહેવાય છે ? તથા કેટલા વરસનો યુગ કહેવાય છે? ઉ.૩૩૯ બે અયનનું એક વરસ અને પાંચ વરસનો એક યુગ ગણાય છે. પ્ર.૩૪૦ પૂર્વાંગમાં તથા પૂર્વમાં કેટલાં કેટલાં વરસો થાય ? Page 34 of 106 Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉ.૩૪૦ ૮૪ લાખ વરસનું એક પૂર્વાંગ અને એક પૂર્વમાં ૮૪ લાખને ૮૪ લાખે ગુણીએ અને જેટલી રકમ આવે તેટલા વરસો થાય છે, એટલે કે ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વરસો થાય છે. પ્ર.૩૪૧ કેટલા વરસોનું એક પલ્યોપમ અને કેટલા પલ્યોપમે એક સાગરોપમ થાય ? ઉ.૩૪૧ અસંખ્યાતા વરસોનું એક પલ્યોપમ થાય અને દશ કોટાકોટી પલ્યોપમનો જેટલો કાળ થાય ત્યારે એક સાગરોપમ કહેવાય છે. પ્ર.૩૪૨ એક ઉત્સરપીણી તથા એક અવસરપીણી કાળમાં કેટલા સાગરોપમ વરસ થાય ? ઉ.૩૪૨ એક ઉત્તરપીણી તથા અવસરપીણી બન્ને કાળમાં જુદા જુદા દશ કોટાકોટી સાગરોપમ જેટલો કાળ જાય છે. પ્ર.૩૪૩ એક પુદ્ગલ પરાવર્ત કાળમાં કેટલી ઉત્સરપીણી તથા અવસરપીણી થાય છે ? ઉ.૩૪૩ એક પુદ્ગલ પરાવર્ત કાળમાં અનંતી ઉત્સરપીણી તથા અવસરપીણી કાળ ગણાય છે. પ્ર.૩૪૪ કેટલા પુદ્ગલ પરાવર્ત કાળનો ભૂતકાળ તથા ભવિષ્યકાળ ગણાય છે ? ઉ.૩૪૫ અનંતા પુદ્ગલ પરાવર્ત કાળનો ભૂતકાળ છે તથા અનંતા પુદ્ગલ પરાવર્ત કાળનો ભવિષ્યકાળ ગણાય છે. પ્ર.૩૪૬ વર્તમાનકાળ કેટલા સમયનો છે ? તથા સંપૂર્ણ વ્યવહાર કાળ કોને ગણાય છે ? ઉ.૩૪૬ વર્તમાન કાળ એક સમયનો છે અને ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ ભેગો કરતાં સંપૂર્ણ વ્યવહાર કાળ થાય છે. છ દ્રવ્ય વિચાર परिणामी जीव मुत्तं, सपओसा एग खित्त किरिआय, ખિવ્યું હારળ હતા, સવ્વાયફ્ટર વેસે 19૪।। ભાવાર્થ :- પરિણામીપણું, જીવપણુ, રૂપીપણું, સપ્રદેશીપણું, એકપણું, ક્ષેત્રપણું, ક્રિયાપણ, નિત્યપણું, કારણપણું, કર્તાપણું, સર્વવ્યાપીપણું અને ઇતરમાં અપ્રવેશીપણું આ બધામાં છ દ્રવ્યનો વિચાર કરવો. પ્ર.૩૪૭ પરિણામીપણું કોને કહેવાય ? ઉ.૩૪૭ એક ક્રિયાથી અન્ય ક્રિયામાં અથવા એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવું, તેનું નામ પરિણામપણું કહેવાય છે. પ્ર.૩૪૮ છ દ્રવ્યમાંથી પરિણામી દ્રવ્યો કેટલા છે ? અને અપરિણામી દ્રવ્યો કેટલા છે ? કયા કયા ? ઉ.૩૪૮છ દ્રવ્યમાંથી જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય એમ બે દ્રવ્યો પરિણામી છે અને બાકીનાં ચાર દ્રવ્યો અપરિણામી છે. (૧) અધર્માસ્તિકાય દ્રવ્ય, (૨) ધર્માસ્તિકાય દ્રવ્ય, (૩) આકાશાસ્તિકાય દ્રવ્ય અને (૪) કાળ દ્રવ્ય. પ્ર.૩૪૯ - જીવ પરિણામ કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ.૩૪૯ જીવ પરિણામ દસ પ્રકારે છે. (૧) ગતિ પરિણામ, (૨) ઇન્દ્રિય પરિણામ, (૩) કષાય પરિણામ, (૪) લેશ્યા પરિણામ, (૫) યોગ પરિણામ, (૬) ઉપયોગ પરિણામ, (૭) જ્ઞાન પરિણામ, (૮) દર્શન પરિણામ, (૯) ચારિત્ર પરિણામ, (૧૦) વેદ પરિણામ. દશ પરિણામવાળો જીવ છે. Page 35 of 106 Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૩૫૦ જીવના ગતિ આદિ ૧૦ પરિણામોના ઉત્તર ભેદો કેટલા થાય છે ? કયા કયા? ઉ.૩૫૦ જીવના ગતિ આદિ પરિણામોના ભેદો પર થાય છે તે આ પ્રમાણે. ગતિ ૪- દેવગતિ, મનુષ્ય, તિર્યંચ, નરક. ઇન્દ્રિય પરિણામ પ- સ્પર્શેન્દ્રિય, રસના-ધ્રાણ-ચક્ષ-શ્રોત્ર. કષાય પરિણામ - ક્રોધ, માન, માયા અને લોભ. વેશ્યા પરિણામ ૬- કૃષ્ણ વેશ્યા, નીલ, કાપોત, તેજો વેશ્યા, પદ્મ લેશ્યા, અને શુકલ લેશ્યા. યોગ પરિણામ ૩- મનયોગ, વચનયોગ, કાયયોગ. ઉપયોગ પરિણામ ૧૨- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન , મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન , મતિ અજ્ઞાન, શ્રત એજ્ઞાન, વિભંગ જ્ઞાન , ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન. જ્ઞાન પરિણામ ૮- પાંચ જ્ઞાન, ૩ અજ્ઞાનરૂપ. દર્શન પરિણામ -૩ મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વ. ચારિત્ર પરિણામ ૫- સામાયિક ચારિત્ર, છેદો પસ્થાપનીય ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મ સંપરાય અને યશાખ્યાત ચારિત્ર, વેદ પરિણામના ૩ ભેદ- પુરૂષવેદ, સ્ત્રીવેદ અને નપુંસક વેદ આ રીતે કુલ ૫૩ ભેદો થાય છે. આ બધા ભેદોનું વિશેષ વર્ણન આગળ આવશે. પ્ર.૩૫૧ પુદ્ગલના પરિણામ કેટલા પ્રકારે કહેલા છે ? કયા કયા ? ઉ.૩૫૧ પુદગલ પરિણામો દશ પ્રકારના કહ્યા છે. (૧) બંધ પરિણામ, (૨) ગતિ પરિણામ, (૩) સંસ્થાન પરિણામ, (૪) ભેદ પરિણામ, (૫) વર્ણ પરિણામ, (૬) રસ પરિણામ, (૭) ગંધ પરિણામ, (૮) સ્પર્શ પરિણામ, (૯) અગુરુલઘુ પરિણામ અને (૧૦) શબ્દ પીર પરિણામ, (૯) અગુરુલઘુ પરિણામ અને (૧૦) શબ્દ પરિણામ. તે દશના ઉત્તરભેદ ૪૦ થાય છે. તેનું વર્ણન આગળ આવશે. પ્ર.૩૫૨ છ દ્રવ્યમાં જીવપણાએ કેટલા દ્રવ્યો છે અને અજીવપણાએ કેટલા છે ? ઉ.૩૫૨ છ દ્રવ્યમાં એક જીવાસ્તિકાય દ્રવ્ય એ જીવ રૂપે છે અને બાકીના પાંચ કે જે (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) કાળ, (૪) પુદ્ગલાસ્તિકાય અને (૫) આકાશાસ્તિકાય. આ પાંચેય અજીવ છે. પ્ર.૩૫૩ છ દ્રવ્યમાં રૂપી દ્રવ્યો કેટલા તથા અરૂપી દ્રવ્યો કેટલાં છે ? અને કયા કયા ? ઉ.૩૫૩ છ દ્રવ્યમાં એક દ્રવ્ય રૂપી છે અને પાંચ દ્રવ્યો અરૂપી છે. રૂપી દ્રવ્ય પગલાસ્તિકાય અને અરુપી દ્રવ્યો. (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય અને (૫) કાળ. પ્ર.૩૫૪ છ દ્રવ્યમાં જે દ્રવ્યો પ્રદેશોના સમુદાયવાળાં હોય તેવાં કેટલાં છે ? અને અપ્રદેશી એટલે પ્રદેશના સમુદાય વગરના દ્રવ્યો કેટલાં છે ? ઉ.૩૫૪ છ દ્રવ્યોમાં પાંચ સપ્રદશી છે. (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્ગલાસ્તિકાય, (૫) જીવાસ્તિકાય અને એક કાળ દ્રવ્ય અમદેશી છે. પ્ર.૩૫૫ છ દ્રવ્યોમાં એક તથા અનેક જે દ્રવ્યોમાં હોય તેવા દ્રવ્યો કેટલા કેટલા છે ? કયા કયા ? ઉ.૩૫૫ છ દ્રવ્યોમાં ચાર દ્રવ્યો એક છે. (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય અને (૪) કાળ. આ ચાર એક છે અને જીવાસ્તિકાય તથા પુદ્ગલાસ્તિકાય આ બે દ્રવ્યો. અનેક છે. પ્ર.૩પ૬ ક્ષેત્ર અને ક્ષેત્રી કોને કહેવાય ? ઉ.૩૫૬ જેમાં વસ્તુ રહે તે ક્ષેત્ર કહેવાય છે અને જે વસ્તુઓ રહેવાની હોય તે ક્ષેત્રી કહેવાય. પ્ર.૩૫૭ છ દ્રવ્યામાં ક્ષેત્ર દ્રવ્ય તથા ક્ષેત્રી દ્રવ્યો કેટલાં છે ? કયા કયા ? Page 36 of 106 Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉ.૩૫૭ છ દ્રવ્યમાં એક આકાશ દ્રવ્ય ક્ષેત્ર છે અને પાંચ દ્રવ્યો કે જે (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) પુદ્ગલાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૫) કાળ. આ ક્ષેત્રી કહેવાય છે. પ્ર.૩૫૮ છ દ્રવ્યોમાંથી ક્રિયાવાળા દ્રવ્યો કેટલાં અને અક્રિયાવાળા દ્રવ્યો કેટલાં છે ? કયા? ઉ.૩૫૮ છ દ્રવ્યમાંથી જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યો ક્રિયાવાળાં છે અને બાકીના ચાર દ્રવ્યો. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ અક્રિયાવાળા છે. પ્ર.૩૫૯ ક્રિયા અને અક્રિયા કોને કહેવાય ? ઉ.૩૫૯ ગમન-આગમન આદિ ક્રિયા અહિં ક્રિયા જાણવી. સામાન્ય રીતે પોત પોતાના સ્વભાવની. પ્રવૃત્તિરૂપ ક્રિયામાં તો છએ દ્રવ્ય સક્રિય ગણાય છે. પરંતુ એ સક્રિયપણું અહિં અંગીકાર ન કરવું. ગમન આગમન રૂપ ક્રિયા જાણવી જોઇએ. પ્ર.૩૬૦ છ દ્રવ્યમાં નિત્ય દ્રવ્ય કેટલાં અને અનિત્ય દ્રવ્ય કેટલાં છે ? કયા કયા ? ઉ.૩૬૦ છ દ્રવ્યમાં જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યો અનિત્ય છે અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ ચાર નિત્ય છે. જીવ અને પુદગલ ભિન્ન ભિન્ન અવસ્થાઓ પામતા હોવાથી અનિત્ય છે. પ્ર.૩૬૧ કારણ અને અકારણ કોને કહેવાય ? ઉ.૩૬૧ જે દ્રવ્ય અન્ય દ્રવ્યના કાર્યમાં નિમિત્તભૂત થતાં હોય તે કારણ કહેવાય છે અને તે કારણ દ્રવ્ય જે દ્રવ્યના કાર્યમાં નિમિત્તભૂત થતું હોય તે દ્રવ્ય અકારણ કહેવાય છે. પ્ર.૩૬૨ છ દ્રવ્યોમાં કારણ દ્રવ્યો કેટલાં તથા અકારણ દ્રવ્યો કેટલાં છે ? કયા કયા ? ઉ.૩૬૨ છ દ્રવ્યોમાં જીવ દ્રવ્ય સિવાયના પાંચ દ્રવ્યો કારણ છે અને જીવ દ્રવ્ય અકારણ છે. પ્ર.૩૬૩ કર્તાપણું-અકર્તાપણું કોને કહેવાય ? ઉ.૩૬૩ જે દ્રવ્ય અન્ય દ્રવ્યની ક્રિયા પ્રત્યે સ્વામી હોય તે કર્તા કહેવાય છે, અથવા અન્ય દ્રવ્યોનો ઉપભોગ કરનાર દ્રવ્ય કર્તા અને ઉપભોગમાં આવનારાં દ્રવ્યો તે અકર્તા કહેવાય છે. પ્ર.૩૬૪ છ દ્રવ્યમાં કર્તા રૂપે દ્રવ્ય કેટલાં તથા અકર્તા રૂપે દ્રવ્ય કેટલાં છે ? ઉ.૩૬૪ છ દ્રવ્યમાં જીવ દ્રવ્ય કર્તા છે અને બાકીનાં પાંચ દ્રવ્યો અકર્તા છે. પ્ર.૩૬૫ છ દ્રવ્યમાં સર્વવ્યાપી દ્રવ્યો કેટલાં ત્થા દેશવ્યાપી દ્રવ્યો કેટલાં કહેવાય છે ? ઉ.૩૬૫ છ દ્રવ્યોમાં આકાશ દ્રવ્ય સર્વવ્યાપી કહેવાય છે. અને બાકીના પાંચ દેશવ્યાપી છે. પ્ર.૩૬૬ છ દ્રવ્યોમાં સપ્રવેશી અને અપ્રવેશી દ્રવ્યો કેટલા કેટલા છે ? ઉ.૩૬૬ છએ દ્રવ્યો અપ્રવેશી છે. કોઇ દ્રવ્ય સપ્રવેશી નથી. પ્ર.૩૬૭ સપ્રવેશી કોને કહેવાય ? ઉ.૩૬૭ અન્ય દ્રવ્ય રૂપે થવું તે સપ્રવેશી કહેવાય. પ્ર.૩૬૮ ધમસ્તિકાય દ્રવ્ય પરિણામી વગેરે કેટલા કેટલા ભેદમાં આવે છે ? ઉ.૩૬૮ ધર્માસ્તિકાય દ્રવ્ય અપરિણામી છે, અજીવ છે, અરૂપી છે, સમદેશી છે, ક્ષેત્રી છે, એક ભેદ છે, અક્રિય છે, નિત્ય છે, કારણ છે, અકર્તા છે, દેશવ્યાપી છે અને અપ્રવેશી છે. પ્ર.૩૬૯ અધમસ્તિકાય દ્રવ્ય પરિણામી વગેરે કેટલા કેટલા ભેજવાળા છે ? ઉ.૩૬૯ અધર્માસ્તિકાય દ્રવ્ય અપરિણામી, અજીવ, અરૂપી, સપ્રદેશી, ક્ષેત્ર, એક, અક્રિય, નિત્ય, કારણ, અકર્તા, દેશવ્યાપી અને અપ્રવેશી છે. Page 37 of 106 Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૩૭૦ આકાશાસ્તિકાય દ્રવ્ય પરિણામી વગેરે કેટલા કેટલા ભેદવાળા કહેલા છે ? ઉ.૩૭૦ આકાશાસ્તિકાય દ્રવ્ય અપરિણામી, અરૂપી, સપ્રદેશી, ક્ષેત્ર, એક, સક્રિય, નિત્ય, કારણ અકર્તા, સર્વવ્યાપી અને અપ્રવેશી છે. પ્ર.૩૭૧ પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય પરિણામી વગેરે કયા કયા ભેદવાળા છે ? ઉ.૩૭૧ પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય પરિણામી, અજીવ, રૂપી, સપ્રદેશી, અનેક, ક્ષેત્રી, ક્રિયાવંત, અનિત્ય, કારણ, અકર્તા, દેશવ્યાપી અને અપ્રવેશી છે. પ્ર.૩૭૨ જીવાસ્તિકાય દ્રવ્ય પરિણામી વગેરે કેટલા કેટલા ભેદવાળા કહ્યા છે ? ઉ.૩૭૨ જીવાસ્તિકાય દ્રવ્ય પરિણામી છે, જીવ , અરૂપી, સપ્રદેશી અને ક્ષેત્રી, ક્રિયાવંત, અનિત્ય, અકારણ, કર્તા, દેશવ્યાપી અને અપ્રવેશી કહેવાય છે. પ્ર.393 કાળ દ્રવ્ય પરિણામી, વગેરે કયા કયા ભેદવાળામાં ગણાય છે ? ઉ.૩૭૩ કાળ દ્રવ્ય અપરિણામી, અજીવ, અરૂપી, અપ્રદેશી, એક, ક્ષેત્રી અક્રિયાવંત, અનિત્ય, કારણ, અકર્તા, દેશવ્યાપી અને અપ્રવેશી ગણાય છે. પ્ર.૩૭૪ ધર્માસ્તિકાય દ્રવ્ય ન હોય તો શું વાંધો આવે ? ઉ.૩૭૪ ધર્માસ્તિકાય દ્રવ્ય ન હોય તો જીવ અને પુદ્ગલો ગતિ કરી શકે નહિ, અથવા ગતિ કરી શકે એમ માનીએ તો અલકોમાં પણ ગતિ થાય જ્યારે અલોકમાં એક તણખલા જેટલી ચીજ પણ જઇ શકતી નથી. પ્ર.૩૭૫ અધર્માસ્તિકાય દ્રવ્ય જગતમાં ન હોય એમ માનીએ તો શું વાંધો આવે ? ઉ.૩૭૫ અધર્માસ્તિકાય દ્રવ્ય જો જગતમા ન હોય તો જીવ અને પુદ્ગલો ગતિ જ કર્યા કરે અને સ્થિર ન રહી શકે. પ્ર.૩૭૬ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બન્ને દ્રવ્યો ન હોય તો શું વાંધો આવે ? ઉ.૩૭૬ જો બન્ને દ્રવ્યો ન હોય તો લોક અને અલોકની વ્યવસ્થા ન થઇ શકે અને પછી કોઇને કોઇ રુપમાં વ્યવસ્થા કરવી તો પડે જ. પ્ર.399 આકાશાસ્તિકાય દ્રવ્ય જગતમાં ન હોય તો શું વાંધો આવે ? ઉ.399 જો આકાશાસ્તિકાય દ્રવ્ય જગતમાં ન હોય તો અનંતા જીવો, અનંતા પરમાણુઓ અને અનંતા સ્કંધો અમુક જગ્યામાં રહી ન શકે, એ દ્રવ્ય છે માટે રહી શકે છે. પ્ર.૩૭૮ જીવાસ્તિકાય દ્રવ્ય જગતમાં ન હોય તો શું વાંધો આવે ? ઉ.૩૭૮ જીવાસ્તિકાય દ્રવ્ય જગતમાં ન હોય તો જે રીતે જગત દેખાય છે, તે રીતે ન દેખાય અને અજીવ દ્રવ્ય જ રહે અને જીવ દ્રવ્ય ન હોય તો જીવ સિવાય કોણ દેખી શકે ? એ પ્રશ્ન છે. પ્ર.૩૭૯ પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય જગતમાં ન હોય તો શું વાંધો આવે ? ઉ.૩૭૯ જો આ દ્રવ્ય ન હોય તો ત્રણ જગત જે રીતે દેખાય છે તે રીતે દેખાય નહિ, કારણ કે જે કાંઇ દેખાય છે, તે પુદ્ગલ જ દેખાય છે. પ્ર.૩૮૦ કાળ દ્રવ્ય જગતમાં ન હોય તો શું થાય ? ઉ.૩૮૦ કાળ દ્રવ્ય જગતમાં ન હોય તો દરેક કામ જે ક્રમવર્તી થાય છે. તે ન થાય અને દરેક કામો એકી સાથે કરવાં પડે. આ રીતે અજીવ તત્ત્વ પૂર્ણ થયું, હવે પુણ્ય તત્ત્વનું વર્ણન કરાય છે. Page 38 of 106 Page #39 -------------------------------------------------------------------------- ________________ सा उच्चगोअ मणुदुग, सुरदुग पंचिदि जाइ पणदेहा, $ તિતપુ વંગા, Wામ-સંઘથળ-સંવાળા 199ll વન્ન પડવDI-ગુરુભદુ, પરધા સારા ગાય વખોdi, सुभखगइ निमिण तस दस, सुर-नर-तिरिआउ तित्थयरं ।।१६।। तस बायर पज्जत्तं, पत्तेअं थिरं शुभं च सुभगं च सुस्सर आइज्ज जसं, तसाइ दसगं इमं होइ ||१७|| ભાવાર્થ :- શાતા વેદનીય, ઉચ્ચ ગોત્ર, મનુષ્યદ્વિક, દેવદ્વિક, પંચેન્દ્રિય જાતિ, પાંચ શરીર, પહેલાં ત્રણ શરીરના નામના અંગો પાંગ, પહેલું સંઘયણ તથા પહેલું સંસ્થાન, વર્ણ ચતુષ્ક, અગુરૂ લઘુનામકર્મ, પરાઘાત, ઉરચ્છવાસ, આતપ, ઉધોત, શુભ વિહાયોગતિ, ત્રણ દશક, દેવ આયુષ્ય, મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય અને જિનનામકર્મ. ત્રસ દશક આ પ્રમાણે છે. બસ-બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય અને યશ આ દશ પ્રકૃતિઓ ત્રસ દશક કહેવાય છે. આ રીતે પુણ્ય તત્વના ૪૨ ભેદ થાય છે. ||૧૫-૧૬-૧૭ની પ્ર.૩૮૧ પુણ્ય તત્વ કોને કહેવાય છે ? ઉ.૩૮૧ શુભ કર્મનો જે બંધ થાય અને તે બંધાયેલા શુભ કર્મનો ઉદય થાય અને ભોગવાય તે પુણ્ય તત્વ કહેવાય છે. પ્ર.૩૮૨ પુણ્ય તત્વ કેટલા પ્રકારે બંધાય છે ? ઉ.૩૮૨ પુણ્ય તત્વ બાંધવાના મુખ્ય નવ કારણો કહેલાં છે, તે આ પ્રમાણે. (૧) કોઇ સારા પાત્રમાં અન્ન આપવાથી, (૨) કોઇ સારા પાત્રને પાણી આપવાથી, (૩) કોઇ સારા પાત્રને રહેવા માટે સ્થાન આપવાથી, (૪) કોઇ સારા પાત્રને શયન એટલે સુવાનું સાધન આપવાથી, (૫) પાત્રને વસ્ત્રો, પાત્ર ઇત્યાદિ આપવાથી, (૬) દેવગુરૂ ધર્મની ભક્તિ કરવાથી, (૭) મનના શુભ સંકલ્પ-વિકલ્પ રૂપ વિચારો કરવાથી, (૮) વચનથી વાણી સારી બોલવાથી અને (૯) કાયાના શુભ વ્યાપારથી પુણ્યબંધ થાય છે. પ્ર.૩૮૩ પાત્ર કેટલા પ્રકારનાં છે ? કયા કયા ? ઉ.૩૮૩ પાત્ર ત્રણ પ્રકારના કહ્યાં છે, (૧) સુપાત્ર, (૨) પાત્ર, (૩) અનુકંપા પાત્ર. પ્ર.૩૮૪ સુપાત્ર કોને કહેવાય ? ઉ.૩૮૪ શ્રી તીર્થકર ભગવંતોથી માંડી મુનિ મહારાજ આદિ મહાપુરૂષો સુધીના બધા સુપાત્રમાં ગણાય છે. પ્ર.૩૮૫ પાત્ર કોને કહેવાય ? ઉ.૩૮૫ ધર્મી ગૃહસ્થો-સગૃહસ્થો આદિ બધા પાત્ર કહેવાય છે. પ્ર.૩૮૬ અનુકંપા પાત્ર કોને કહેવાય ? ઉ.૩૮૬ જે જીવો દીન, અનાથ, અપંગ વગેરે હોય તે બધા જીવો અનુકંપા પાત્રમાં ગણાય છે. પ્ર.૩૮૭ નવ પ્રકારના નિમિત્તોથી કેટલા પ્રકારે પૂણ્યબંધ થાય છે ? ઉ.૩૮૭ નવ પ્રકારના નિમિત્તોથી ૪૨ પ્રકારે પુણ્યબંધ થાય છે. પ્ર.૩૮૮ કર્મો કેટલા પ્રકારનાં છે ? કયા કયા ? ઉ.૩૮૮ કર્મો આઠ પ્રકારનાં છે. (૧) જ્ઞાનાવરણીય કર્મ, (૨) દર્શનાવરણીય કર્મ, (૩) વેદનીય કર્મ, (૪) મોહનીય કર્મ, (૫) આયુષ્ય કર્મ, (૬) નામ કર્મ, (૭) ગોત્ર કર્મ અને (૮) અંતરાય કર્મ. Page 39 of 106 Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૩૮૯ આ આઠ કર્મોમાંથી કેટલા કર્મોમાં પુણ્યતત્વ આવે છે ? કયા કયા ? ઉ.૩૮૯ આ આઠ કર્મોમાંથી ચાર કર્મમાં પણ્ય તત્વના ૪૨ ભેદોની પ્રકૃતિઓ આવે છે. (૧) વેદનીય કર્મમાં, (૨) આયુષ્ય કર્મમાં, (૩) નામ કર્મમાં અને (૪) ગોત્ર કર્મમાં. પ્ર.૩૯૦ પુણ્યના ૪૨ પ્રકાર ચાર કર્મોમાંથી કયા કયા કર્મમાં કેટલા કેટલા ભેદ આવે છે ? ઉ.૩૯૦ પુણ્યના ૪૨ ભેદો ચાર કર્મોમાંથી નીચે પ્રમાણે દરેક કર્મોમાં ગણાય છે. વેદનીય કર્મમાં પશ્યનો એક ભેદ આવે છે. આયુષ્ય કર્મમાં પૂણ્યના ૩ ભેદ આવે છે. નામ કર્મમાં પુણ્યના ૩૦ ભેદો આવે છે, અને ગોત્ર કર્મમાં પુણ્યનો એક ભેદ આવે છે. આ રીતે બેંતાલીસ ભેદો થાય છે. પ્ર.૩૯૧ વેદનીય, ગોત્ર અને આયુષ્ય કર્મના ભેદો કયા કયા છે ? ઉ.૩૯૧ વેદનીયનો (૧) શાતા વેદનીય. આયુષ્ય-૩, દેવાયુષ્ય, મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય. ગોત્ર-૧ ઉચ્ચગોત્ર. પ્ર.૩૯૨ નામ કર્મના મુખ્ય ભેદ પુણ્યનાં કેટલા થાય છે ? કયા કયાં ? ઉ.૩૯૨ નામ કર્મના પુણ્યના ૩ ભેદ થાય છે. (૧) પિંડ પ્રકૃતિ, (૨) પ્રત્યેક નામ કર્મ, (૩) ત્રસ નામ કર્મ. પ્ર.૩૯૩ પુણ્યની પિડ પ્રકૃતિઓ કેટલી છે ? કઇ કઇ ? ઉ.૩૯૩ પુણ્યની પિંડ પ્રકૃતિઓ વીશ છે. તે આ પ્રમાણે (૧) મનુષ્યગતિ, (૨) દેવગતિ, (3) પંચેન્દ્રિય જાતિ, (૪) દારિક શરીર, (૫) વૈક્રિય શરીર, (૬) આહારક શરીર, (૭) તેજસ શરીર, (૮) કાર્પણ શરીર, (૯) દારિક અંગોપાંગ, (૧૦) વૈક્રિય અંગોપાંગ, (૧૧) આહારક અંગોપાંગ, (૧૨) વજઋષભનારાય સંઘયણ, (૧૩) સમચતુરસ્ત્ર સંસ્થાન, (૧૪) વર્ણનામ, (૧૫) ગંધનામ, (૧૬) રસનામ, (૧૭) સ્પર્શ નામ, (૧૮) શુભ વિહાયોગતિ, (૧૯) દેવાનુપૂર્વી અને (૨૦) મનુષ્યાનુપૂર્વી. પ્ર.૩૯૪ પુણ્યની પ્રત્યેક પ્રકૃતિઓ કેટલી છે ? કઇ કઇ ? ઉ.૩૯૪ પુણ્યની પ્રત્યેક પ્રકૃતિઓ સાત છે, તે આ પ્રમાણે. (૧) પરાઘાત નામ કર્મ, (૨) ઉચ્છવાસ નામ કર્મ, (૩) આતમ નામ કર્મ, (૪) ઉધોત નામ કર્મ, (૫) અગુરૂ-લઘુ નામ કર્મ, (૬) જિન નામ કર્મ અને (૭) નિર્માણ નામ કર્મ. પ્ર.૩૯૫ પુણ્યની બસ નામ કર્મની કેટલી પ્રકૃતિઓ છે ? કઇ કઇ ? ઉ.૩૯૫ પુણ્યની બસ નામકર્મની દશ પ્રકૃતિઓ છે, તે આ પ્રમાણે છે. (૧) કસ નામકર્મ, (૨) બાદર નામકર્મ, (3) પર્યાપ્ત નામકર્મ, (૪) પ્રત્યેક નામકર્મ, (૫) સ્થિર નામકર્મ, (૬) શુભ નામકર્મ, (૭) સુભગ નામકર્મ, (૮) સુસ્વર નામકર્મ, (૯) આય નામકર્મ અને (૧૦) યશનામકર્મ પ્ર.૩૯૬ શાતા વેદનીય કર્મ શું કામ કરાવે ચે ? ઉ.૩૯૬ શાતા વેદનીય અટલે જીવને સુખનો અનુભવ થાય છે. પ્ર.૩૯૭ ઉચ્ચ ગોત્ર શું કામ કરે ? ઉ.૩૯૭ ઉચ્ચ ગોત્ર જીવને ઉત્તમ વંશ જાતિ-કુળમાં જન્મ અપાવે. પ્ર.૩૯૮ મનુષ્પાયુષ્યથી જીવને શું થાય ? ઉ.૩૯૮ મનુષ્પાયુષ્યનો ઉદય જીવને મનુષ્યપણામાં ધારણ કરી રાખે છે. પ્ર.૩૯૯ તિર્યંચાયુષ્યથી જીવને શું થાય ? ઉ.૩૯૯ તિર્યંચ આયુષ્ય કર્મનો ઉદય જીવને તિર્યચપણામાંથી મરણ પામવા દેતો નથી. Page 40 of 106 Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૪૦૦ દેવાયુષ્યથી જીવને શું થાય ? ઉ.૪૦૦ દેવાયુષ્યના ઉદયથી જીવને દેવપણામાં રહેલા સુખનો અનુભવ થાય છે. પ્ર.૪૦૧ મનુષ્યગતિ કર્મ શું કામ કરે છે ? ઉ.૪૦૧ મનુષ્યગતિ નામકર્મના ઉદયથી જીવને મનુષ્યપણાના સયોગો પ્રાપ્ત કરાવે છે. પ્ર.૪૦૨ દેવગતિ કર્મ શું કામ કરે છે ? ઉ.૪૦૨ દેવગતિ નામ કર્મનો ઉદય જીવને દેવગતિના બધા સંયોગો પ્રાપ્ત કરાવે છે. પ્ર.૪૦૩ પંચેન્દ્રિય જાતિ શું કામ કરે છે ? ઉ.૪૦૩ પંચેન્દ્રિય જાતિ નામ કર્મનો ઉદય જીવને પાંચ ઇન્દ્રિયનો અનુભવ કરવાની શક્તિ પેદા કરાવવામાં સહાય કરે છે. પ્ર.૪૦૪ દારિક શરીર નામ કર્મ એટલે શું ? ઉ.૪૦૪ ઓદારિક શરીર નામકર્મના ઉદયથી જીવ દારિક વર્ગણાનાં પુગલોને લઇને દારિક રૂપે પરિણાવીને ઓદારિક શરીર પેદા કરે છે. પ્ર.૪૦૫ વૈક્રીય શરીર નામકર્મ એટલે શું? ઉ.૪૦૫ વેક્રીય શરીર નામકર્મના ઉદયથી જીવો વેક્રિય વર્ગણાનાં પુદગલોને લઇને વક્રીય રૂપે પરિણમાવીને વક્રીય શરીર બનાવે છે. પ્ર.૪૦૬ આહારક શરીર નામ કર્મનું કામ શું? આ શરીર કયા જીવોને હોય છે ? ઉ.૪૦૬ આહારક નામકર્મના ઉદયથી જીવ આહારક વર્ગણાના પુદગલો ગ્રહણ કરી આહારક શરીર બનાવે છે અને આ શરીરનો ઉદય લબ્ધિધારી ચૌદ પૂર્વી એવા મહાત્માઓને હોય છે. પ્ર.૪૦૭ તૈજસ શરીર નામ કર્મ એટલે શું ? ઉ.૪૦૭ તેજસ નામ કર્મના ઉદયથી જીવો તેજસ વર્ગણાનાં પુગલો ગ્રહણ કરીને તેજસ રૂપે પરિણામ પમાડે છે અને તેજસ શરીર બનાવે છે, આ શરીર આહાર પચાવવાનું કામ કરે છે. પ્ર.૪૦૮ કાર્પણ શરીર નામકર્મ એટલે શું? અને તેનું કાર્ય શું છે ? ઉ.૪૦૮ કાર્પણ શરીર નામકર્મના ઉદયથી જીવો કાર્પણ વર્ગણાનાં પુગલોને ગ્રહણ કરીને કાર્પણ રૂપ એટલે આઠ કર્મરૂપે પરિણામ પમાડે છે, તેને કામણ શરીર નામકર્મ કહેવાય છે. આ શરીર આઠે કર્મના સમુદાય રૂપે હોય છે. પ્ર.૪૦૯ અંગોપાંગ કોને કહેવાય છે ? ઉ.૪૦૯ બે હાથ, બે પગ, મસ્તક, પેટ, પીઠ અને હૃદય એ આઠ અંગ કહેવાય છે. આંગળીઓ. વગેરે ઉપાંગ કહેવાય છે અને રેખાઓ વગેરે અંગોપાંગ કહેવાય છે. પ્ર.૪૧૦ આ અંગોપાંગ કયા શરીરમાં હોય છે ? ઉ.૪૧૦ આ અંગોપાંગ પહેલા ત્રણ શરીરવાળા જીવોને હોય છે. બીજાને હોતા નથી. પ્ર.૪૧૧ સંઘયણ કોને કહેવાય ? ઉ.૪૧૧ શરીરમાં હાડકાંની મજબૂતાઇ થવી અથવા હાડકાંનો બાંધો તેને સંઘયણ કહેવાય અથવા હાડકાંની રચના વિશેષ થાય તે સંઘયણ. પ્ર.૪૧૨ વજનદષભ નારાજ સંઘયણ કોને કહેવાય ? ઉ.૪૧૨ વજ એટલે ખીલો બહષભ એટલે પાટો નારાચ એટલે વાંદરીનું બચ્ચું એમ માને હાથથી આંટા Page 41 of 106 Page #42 -------------------------------------------------------------------------- ________________ મારી મજબૂત વળગી રહે છે. તેમ બે હાડકાનાં બે છેડા પરસ્પર એક બીજાને આંટી મારી મજબૂત રીતે વળગી રહે તે નારાય-મર્કટ બંધ કહેવાય છે. પ્ર.૪૧૩ આ સંઘયણની મજબૂતાઇ કેટલી અને કેવી થાય છે ? ઉ.૪૧૩ પહેલા સંઘયણવાળા જીવના હાડકાનાં જ્યાં સાંધા હોય તે સાંધાને, આવેલા બે હાડકાનાં બે છેડા એક બીજાને મર્કટ બન્ધ માફ્ટ ઉપર નીચે વીંટાઇ રહેલા હોય છે. અને એક હાડકાની ખીલી તે પાટા ઉપરથી ઠેઠ નીચે સુધી પાટો અને બે હાડકાના છેડાને ભેદીને ઉતરેલી હોય છે. જેથી આ સાંધો એવો મજબૂત થાય કે મોટી શીલાઓથી છ માસ સુધી કચડતા પણ તે હાડકાનાં સાંધા તૂટતા નથી, પણ માત્રા પીડા જ થાય છે. પ્ર.૪૧૪ સમચતુરસ્ત્ર સંસ્થાન કોને કહેવાય છે ? ઉ.૪૧૪ જે કર્મના ઉદયથી જીવની શરીરની આકૃતિ શાસ્ત્રોક્ત લક્ષણ યુક્ત પ્રાપ્ત થાય તેને સમચતુરસ્ત્ર સંસ્થાન કહેવાય છે, ડાબા ઢીંચણથી જમણો ખભો-જમણા ઢીંચણથી ડાબો ખભો, જમણા ઢોંચણથી ડાબા ઢીંચણની લંબાઇ-પર્યકાસનના મધ્ય ભાગથી લલાટના ઉપરના ભાગ સુધીની લંબાઇ આ. ચારેય જેની એક સરખી હોય તે સમચતુરસ્ત્ર સંસ્થાન અને શાસ્ત્રોક્ત આકૃતિ વાળો જીવ કહેવાય છે. પ્ર.૪૧૫ શુભ વર્ણો કેટલા પ્રકારના છે ? કયાં ? ઉ.૪૧૫ શુભ વર્ણો ત્રણ છે. (૧) શ્વેત (સદ્દ) વર્ણ, (૨) રક્ત (લાલ) વર્ણ, (૩) પીત (પીળો) વર્ણ, જે કર્મના ઉદયથી જીવને શુભ વર્ણોવાળુ શરીર પ્રાપ્ત થાય તે શુભ નામ કર્મનો ઉદય કહેવાય છે. પ્ર.૪૧૬ શુભ ગંધનો ઉદય શું કામ કરે ? ઉ.૪૧૬ જે કર્મના ઉદયથી જીવનું શરીર સારી સુગંધવાળું થાય તે શુભ ગંધ કહેવાય છે, જેમાં મોગરો, ગુલાબ, કેવડો, વગેરે જીવનું શરીર. પ્ર.૪૧૭ શુભરસ કેટલા પ્રકારના છે ? કયા કયા ? અને તે શું કામ કરે છે ? ઉ.૪૧૭ ખાટો રસ, તૂરો રસ અને મધુર રસ આ ત્રણ રસ શુભ કહેવાય છે. જે કર્મના ઉદયથી જીવનું શરીર ખાટું-મીઠું અને તુરું હોય એટલે તેવા રસવાળું હોય તે શુભરસ કહેવાય છે. પ્ર.૪૧૮ શુભ સ્પર્શ કેટલા પ્રકારના છે ? કયા કયા ? અને તે શું કામ કરે છે ? ઉ.૪૧૮ શુભ સ્પર્શી ચાર પ્રકારનાં કહ્યાં છે. (૧) ઉષ્ણ (ગરમ) સ્પર્શ, (૨) મૃદુ કોમળ સ્પર્શ, (૩) સ્નિગ્ધ (ચીકણો) સ્પર્શ, (૪) લઘુ (હલકો) સ્પર્શ. આ ચાર શુભ સ્પર્શ છે. જે કર્મના ઉદયથી જીવનું શરીર ઉષ્ણ, કોમળ, સ્નિગ્ધ અને હલક પ્રાપ્ત થાય આ ચારમાંથી ગમે તેવું પ્રાપ્ત થાય તે શુભ સ્પર્શવાળું કહેવાય પ્ર.૪૧૯ પરાઘાત નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૧૯ પરાઘાત નામકર્મના ઉદયથી જીવની એવી પ્રભા પડે કે બીજો સામો જીવ બળવાન ગમે તેવો. હોય તો પણ તેને દેખતા જ લાચાર બની જાય. પ્ર.૪૨૦ ઉચ્છવાસ નામકર્મ એટલે શું ? ઉ.૪૨૦ ઉચ્છવાસ નામકર્મના ઉદયથી જીવ શ્વાસો-શ્વાસ લેવા મૂકવાની શક્તિવાળો થયા પછી તે લેવા મૂકવાની ક્રિયા કરનારો બને છે. પ્ર.૪૨૧ આતપ નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૨૧ જે કર્મના ઉદયથી જીવનું પોતાનું શરીર શીત હોવા છતાં ઉષ્ણ પ્રકાશ આપે તે આતપ Page 42 of 106 Page #43 -------------------------------------------------------------------------- ________________ નામકર્મનો ઉદય ગણાય છે, આ કર્મનો ઉદય સૂર્યના વિમાનમાં રહેલા બાદર પર્યાપ્તા પૃથ્વીકાય જીવોને જ હોય છે. બીજાને ઉદય હોતો નથી. પ્ર.૪૨૨ ઉદ્યોત નામકર્મનો ઉદય કોને કહેવાય ? ઉ.૪૨૨ જે કર્મના ઉદયથી જીવનું પોતાનું શરીર શીત હોય અને શીત પ્રકાશ આપે તે ચંદ્ર-તારા વગેરે વિમાનોમાં રહેલા પૃથ્વીકાય જીવોનાં શરીરને ઉદ્યોત નામકર્મનો ઉદય ગણાય છે. ૫.૪૨૩ અગુરુ-લઘુ નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૨૩ જે કર્મના ઉદયથી જીવનું શરીર અતિ ભારે પ્રાપ્ત ન થાય તેમ અતિ હલકું પણ ન થાય અર્થાત્ મધ્યમસર જોઇએ તેવું પ્રાપ્ત થાય, તે અગુરુ-લઘુ નામકર્મના ઉદયથી થાય છે. પ્ર.૪૨૪ જિન નામકર્મ કોને કહેવાય છે ? ઉ.૪૨૪ જે કર્મના ઉદયથી જીવને ત્રણ લોકને વિષે પૂજ્યપણું પ્રાપ્ત થાય તે. પ્ર.૪૨૫ નિર્માણ નામકર્મ કોને કહેવાય છે ? ઉ.૪૨૫ જે કર્મના ઉદયથી જીવનું શરીર જ્યાં જેવું જોઇએ તેવું જ ત્યાં ગોઠવાય એટલે અવયવો અંગો જ્યાં જોઇએ ત્યાં ગોઠવાય તે નિર્માણ નામકર્મ કહેવાય છ. પ્ર.૪૨૬ શુભ વિહાયોગતિ નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૨૬ જે કર્મના ઉદયથી જીવની ચાલ (ગતિ) હંસ અને બળદના જેવી મળતી હોય તે શુભ વિહાયોગતિ કહેવાય છે. પ્ર.૪૨૭ આનુપૂર્વી કોને કહેવાય ? ઉ.૪૨૭ વક્રગતિમાં જતાં જીવને જે ઠેકાણેથી વળવાનું આવે તે ઠેકાણે બળદને નાથની પેઠે વાળી આપે તેનું નામ આનુપૂર્વી કહેવાય છે. પ્ર.૪૨૮ મનુષ્યાનુપૂર્વી નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૨૮ જે કર્મના ઉદય વડે વક્રગતિએ જતો મનુષ્યગતિવાળો જીવ પોતાને જ્યાં ઉત્પન્ન થવું હોય બાજુ જે વાળે તે મનુષ્યાનુપુર્વી કહેવાય છે. ત્યાંજ તે પ્ર.૪૨૯ દેવાનુપૂર્વી કોને કહેવાય છે ? ઉ.૪૨૯ જે કર્મના ઉદયથી દેવપણામાં જ્યાં ઉત્પન્ન થવું હોય તે જ ક્ષેત્ર બાજુ લઇ જાય તે દેવાનુપૂર્વી કહેવાય છે. પ્ર.૪૩૦ ત્રસ નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૩૦ જે કર્મના ઉદયથી જીવને ત્રસપણું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઇ શકે તેવી શક્તિ પ્રાપ્ત થાય તે ત્રસ નામકર્મ કહેવાય છે. પ્ર.૪૩૧ બાદર નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૩૧ જે નામકર્મના ઉદયથી જીવનું શરીર સ્થૂલ એટલે બાદર (મોઢું) મલે (પ્રાપ્ત) થાય તે બાદર નામકર્મ કહેવાય છે. પ્ર.૪૩૨ પર્યાપ્ત નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૩૨ જે નામકર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય સઘળી પર્યાપ્તિઓ પૂર્ણ કરે તે પર્યાપ્ત કહેવાય. પ્ર.૪૩૩ પ્રત્યેક નામકર્મ કોને કહેવાય છે ? ઉ.૪૩૩ જે નામકર્મના ઉદયથી જીવને એટલે કે એક જીવને એક શરીર પ્રાપ્ત થાય તે. Page 43 of 106 Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૪૩૪ સ્થિર નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૩૪ જે કર્મના ઉદયથી જીવને શરીરના દાંત, હાડકાં વગેરે અવયવોને સ્થિરતાની પ્રાપ્તિ થાય તે સ્થિર નામકર્મ કહેવાય છે. પ્ર.૪૩૫ શુભ નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૩૫ જે નામકર્મના ઉદયથી જીવના નાભિના ઉપરના અવયવો શુભ ગણાય છે તે, શુભ નામકર્મ કહેવાય છે. પ્ર.૪૩૬ સુભગ નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૩૬ જે નામકર્મના ઉદયથી કોઇનો પણ ઉપકાર કર્યા વિના પણ જીવ લોકને પ્રીતિ ઉપજાવનાર થાય તે સુભગ નામ કર્મ કહેવાય છે. પ્ર.૪૩૭ સુસ્વર નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૩૭ જે નામકર્મના ઉદયથી જીવનો કંઠ મધુર અને સ્વર (અવાજ) સારો નિકળે તેવો પ્રાપ્ત થાય તે સુસ્વર નામકર્મ કહેવાય છે. પ્ર.૪૩૮ આદેય નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૩૮ જે કર્મના ઉદયથી જીવનું ખોટું પણ વચન ગ્રાહ્ય થાય, લોક એવા વચન ઉપર બહ, આદરભાવ રાખે તે આદેય નામકર્મ કહેવાય છે. પ્ર.૪૩૯ યશ નામકર્મ કોને કહેવાય ? ઉ.૪૩૯ જે કર્મના ઉદયથી જગતમાં જીવ અવળા અને ખરાબ કામ કરે તો પણ તેની લોકમાં કીર્તિ જ થાય, તે યશ નામકર્મનો ઉદય કહેવાય. આ રીતે પુણ્ય તત્ત્વનું વર્ણન થયું. હવે પાપ તત્ત્વનું વર્ણન કરાય છે. બાઇicરાયાં , નવવી નીયરાય મિછd, थावर दस निरयतिगं, कसाय पणवीस तिरियदुगं ।।१८।। इगबिति चउजाइओ, कुखगइ उवघाय हुंति पावरस, अपसत्थवन्न-चठ, अपढम-संघयण-संठाणा ।।१९।। ભાવાર્થ :- જ્ઞાનાવરણીયની ૫, દશનાવરણીયની ૯, અંતરાયની ૫, નીચ ગોત્ર, અશાતા વેદનીય, મિથ્યાત્વ મોહનીય, સ્થાવર દશક નરકનિક, સોળ કષાય, નવનોકષાય, તિર્યચદ્વિક, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય જાતિ, અશુભ વિહાયોગતિ, ઉપઘાત, અશુભ વર્ણ ચતુષ્ક, પહેલા. સિવાયના પાંચ સંઘયણો અને પાંચ સંસ્થાનો આ ૮૨ પ્રકૃતિઓ પાડતત્ત્વની કહેવાય છે. थावर सुहुम अपज्जं, साहारण मथिर मसुभ दुभगाणि, ૬૨૨૨ [[$ool-નાં, થાવર ઢસડાં વિવM← Il૨૦ણી ર્થ :- સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુગ, અનાદેય, દુસ્વર અને અયશ નામકર્મ આ દશ પ્રકૃતિઓ સ્થાવર દશક કહેવાય છે. પ્ર.૪૪૦ પાપ તત્ત્વ કેટલા પ્રકારે ઉપાર્જન કરાય છે ? કયા કયા પ્રકાર છે ? ઉ.૪૪૦ પાપ તત્ત્વ ઉપાર્જન કરવાના ૧૮ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે(૧) જીવોની હિંસા કરવાથી, (૨) અસત્ય બોલવાથી, (૩) કોઇની પણ નાની ચીજ પૂછયા વિના લઇ Page 44 of 106 Page #45 -------------------------------------------------------------------------- ________________ લેવાથી એટલે ચોરી કરવાથી, (૪) પાંચે ઇન્દ્રિયોના વિષયોનું સેવન કરવાથી, (૫) પરિગ્રહ રાખવાથી, (૬) અપ્રશસ્ત ક્રોધ કરવાર્થી, (૭) અપ્રશસ્ત માન કરવાથી, (૮) અપ્રશસ્ત માયા કરવાર્થી, (૯) અપ્રશસ્ત લોભ કરવાથી, (૧૦) અપ્રશસ્ત રાગ કરવાથી, (૧૧) અપ્રશસ્ત દ્વેષ કરવાથી, (૧૨) અપ્રશસ્ત કલેશ કરવાથી, (૧૩) કોઇને ખોટું કલક આપવાથી, (૧૪) કોઇની ખરાબ વાત ઉઘાડી કરવાથી, (૧૫) હર્ષ-શોક કરવાથી, સુખમાં હર્ષ દુ:ખમાં શોક, (૧૬) નિંદા કરવાથી, (૧૩) કપટ રાખી જુઠ્ઠું બોલવાથી અને (૧૮) મિથ્યાત્વના આચરણથી પાપ તત્ત્વ બંધાય છે. પ્ર.૪૪૧ અપ્રશસ્તભાવ કોને કહેવાય ? ઉ.૪૪૧ ધન, કુટુંબ, પરિવાર ઇત્યાદિ ઉપર રાગ રાખવાથી અપ્રશસ્ત કહેવાય છે. અર્થાત્ સંસારના હેતુથી-સંસારના સુખની ઇચ્છાથી જે કાંઇ મનથી, વચનથી, કાયાથી ક્રિયા કરવામાં આવે તે અપ્રશસ્ત ભાવવાળી કહેવાય છે. પ્ર.૪૪૨ પ્રશસ્ત ભાવ કોને કહેવાય ? ઉ,૪૪૨ આત્મિક ગુણ પેદા કરવાની ઇરછાથી મન, વચન અને કાયાની જે પ્રવૃત્તિ કરવામાં આવે તે પ્રશસ્ત ભાવ કહેવાય છે. પ્ર.૪૪૩ પ્રશસ્ત ક્રોધાદિ કોને કહેવાય ઉ,૪૪૩ જે ધર્મ અને ધર્મના જે સાધનો તેનો નાશ કરનાર કોઇપણ જીવ હોય તેના પર ગુસ્સો ઇત્યાદિ કરો તે પ્રશસ્ત ક્રોધાદિ કહેવાય છે. પ્ર.૪૪૪ અપ્રશસ્ત ક્રોધાદિ કોને કહેવાય ? ઉં.૪૪૪ જે કોઇ પોતાના ઉપર દ્વેષ, રાખે, પોતાનો નાશ કરવા ઇરછે તેના ઉપર દ્વેષ કરો, કરો તે અપ્રશસ્ત ક્રોધાદિ કહેવાય છે. ગુસ્સો પ્ર.૪૪૫ પ્રશસ્ત રાગ કોને કહેવાય ? ઉ.૪૪૫ સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા પ્રમાણે દેવ, ગુરુ અને ધર્મ ઉપર તથા ધર્મનાં સાધનો ઉપર રાગ રાખવો તે પ્રશસ્ત રાગ કહેવાય છે. પ્ર.૪૪૬ અપ્રશસ્ત રાગ કોને કહેવાય ? ઉ.૪૪૬ સંસારની કોઇપણ ચીજ ઉપર રાગ રાખવો અને પાંચે ઇન્દ્રિયના અનુકૂળ વિષયો ઉપર રાગ રાખવો અને તે માટે દેવ-ગુરૂ-ધર્મની સેવા કરવી તે અપ્રશસ્ત રાગ કહેવાય, પ્ર.૪૪૭ પાપતત્ત્વમાં આઠ કર્મોમાંથી કેટલા કર્માં આવે ? કયા કયા ? ઉ૪૪૩ પાપતત્ત્વમાં આઠ કર્મોમાંથી ચાર કર્મો તો પાપતત્ત્વમાંજ આવે છે અને બાકીના ચાર કર્મોમાં પણ પાપતત્ત્વના ભેદ હોય છે. પ્ર.૪૪૮ પાપતત્ત્વના ચાર કર્યાં છે તે કયા કયા ? ઉ.૪૪૮ પાપતત્ત્વના ભેદમાં આ પ્રમાણે ચાર કર્મો આવે છે. (૧) જ્ઞાનાવરણીય કર્મ, (૨) દર્શનાવરણીય કર્મ, (૩) મોહનીય કર્મ અને (૪) અંતરાય કર્મ. આ ચાર કર્મી પાપતત્ત્વ રૂપ છે. ૫.૪૪૯ આ ચાર પાપતત્ત્વના કર્મીની ઉત્તર પ્રકૃતિઓ કયા કયા કર્મની કેટલી છે ? ઉ,૪૪૯ આ ચાર પાપતત્ત્વનાં કર્મની પ્રકૃતિઓ આ પ્રમાણે છે. (૧) જ્ઞાનાવરણીય કર્મની ૫, (૨) દર્શનાવરણીય કર્મની ૯, (૩) મોહનીય કર્મની ૨૬ અને અંતરાય કર્મની ૫ એમ કુલ ૪૫ પ્રકૃતિઓ થાય Page 45 of 106 Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૪૫૦ બાકીના ચાર કર્મોમાં પાપતત્ત્વની કેટલી પ્રકૃતિઓ છે ? કઇ કઇ ? ઉ.૪૫૦ બાકીના ચાર કર્મોની ૩૭ પ્રકૃતિઓ થાય છે, તે આ પ્રમાણે છે. વેદનીય કર્મની-૧, ગોત્ર કર્મની-૧, આયુષ્ય કર્મની-૧, નામ કર્મની-૩૪. પ્ર.૪૫૧ નામકર્મના પાપ તત્ત્વમાં કેટલાં મુખ્ય ભેદ છે ? કયા કયા ? ઉ.૪૫૧ નામકર્મના પાપતત્ત્વમાં ત્રણ ભેદ છે. (૧) પિંડપ્રકૃતિ, (૨) પ્રત્યેક, (૩) સ્થાવર. પ્ર.૪પર નામકર્મની પાપતત્ત્વની ૩૪ પ્રકૃતિઓ છે, તે ત્રણ ભેદમાંથી કયા ભેદમાં કેટલી કેટલી છે ? ઉ.૪૫ર નામકર્મની પાપતત્ત્વની ૩૪ પ્રકૃતિમાંથી પિંડપ્રકૃતિના ભેદમાં 2વીશ પ્રકૃતિઓ હોય છે. પ્રત્યેક પ્રકૃતિના ભેદમાં એક, સ્થાવરના ભેદમાં દશ, એમ કુલ ૩૪ પ્રકૃતિઓ થાય છે. પ્ર.૪પ૩ જ્ઞાનાવરણીય કર્મના પાંચ પ્રકાર કયા કયા છે ? ઉ.૪પ૩ જ્ઞાનાવરણીયના પાંચ પ્રકાર આ પ્રમાણે છે. (૧) મતિ જ્ઞાનાવરણીય, (૨) શ્રત જ્ઞાનાવરણીય, (૩) અવધિ જ્ઞાનાવરણીય, (૪) મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મ, (૫) કેવલજ્ઞાનાવરણીય કર્મ. પ્ર.૪૫૪ દર્શનાવરણીય કર્મના નવ ભેદ કયા કયા છે ? ઉ.૪૫૪ દર્શનાવરણીય કર્મના નવ ભેદ આ પ્રમાણે છે. (૧) ચક્ષુદર્શનાવરણીય, (૨) અચક્ષુદર્શનાવરણીય, (૩) અવધિદર્શનાવરણીય, (૪) કેવલદર્શનાવરણીય, (૫) નિદ્રા, (૬) નિદ્રાનિદ્રા, (૭) પ્રચલા, (૮) પ્રચલ પ્રચલા અને (૯) થીણધ્ધી. પ્ર.૪૫૫ મોહનીય કર્મના ૨૬ ભેદ કયા કયા ? ઉ.૪૫૫ મોહનીય કર્મના ૨૬ ભેદ આ પ્રમાણે છે. (૧) મિથ્યાત્વ મોહનીય, (૨) અનંતાનુબંધી ક્રોધ, (૩) અનંતાનુબંધી માન, (૪) અનંતાનુબંધી માયા, (૫) અનંતાનુબંધી લોભ, (૬) અપ્રત્યાખ્યાનીય ક્રોધ, (૭) અપ્રત્યાખ્યાનીય માન, (૮) અપ્રત્યાખ્યાનીય માયા, (૯) અપ્રત્યાખ્યાનીય લોભ, (૧૦) પ્રત્યાખ્યાનીય ક્રોધ, (૧૧) પ્રત્યાખ્યાનીય માન, (૧૨) પ્રત્યાખ્યાનીય માયા, (૧૩) પ્રત્યાખ્યાનીય લોભ, (૧૪) સંજ્વલન ક્રોધ, (૧૫) સંજવલન માન, (૧૬) સંજ્વલન માયા, (૧૭) સંજ્વલન લોભ, (૧૮) હાસ્ય મોહનીય, (૧૯) રતિ મોહનીય, (૨૦) અરતિ મોહનીય, (૨૧) શોક મોહનીય, (૨૨) જુગુપ્સા મોહનીય, (૨૩) ભય મોહનીય, (૨૪) પુરૂષ વેદ, (૨૫) સ્ત્રીવેદ અને (ર૬) નપુંસકવેદ. આ ર૬ મોહનીય પ્રવૃતિઓ કહેવાય છે. પ્ર.૪પ૬ અંતરાય કર્મની પાંચ પ્રકૃતિઓ કઇ કઇ છે ? ઉ.૪પ૬ અંતરાય કર્મની પાંચ પ્રકૃતિ આ પ્રમાણે છે. (૧) દાનાંતરાય કર્મ, (૨) લાભાન્તરાય કર્મ, (૩) ભોગાન્તરાય કર્મ, (૪) ઉપભોગાન્તરાય કર્મ અને (૫) વીર્યાન્તરાય કર્મ, પ્ર.૪૫૭ વેદનીય, ગોત્ર અને આયુષ્ય કર્મનો એક એક ભેદ પાપ તત્ત્વનો કયો છે ? ઉ.૪૫૭ વેદનીયનો (૧) અશાતા વેદનીય કર્મ, ગોત્ર ૧ નીચ ગોત્ર કર્મ, આયુષ્ય કર્મ ૧, નરક આયુષ્ય કર્મ. પ્ર.૪૫૮ નામકર્મની પાપત્ત્વની પિંડ પ્રકૃતિની ૨૩ પ્રકૃતિઓ કઇ કઇ છે? ઉ.૪૫૮ નામકર્મની પિંડ પ્રકૃતિની પાપતત્ત્વની ૨૩ પ્રકૃતિઓ આ પ્રમાણે છે. (૧) નરકગતિ નામકર્મ, (૨) તિર્યંચગતિ, (૩) એકેન્દ્રિય જાતિ, (૪) બેઇન્દ્રિય જાતિ, (૫) તેઇન્દ્રિય જાતિ, (૬) Page 46 of 106 Page #47 -------------------------------------------------------------------------- ________________ ચઉરીન્દ્રિય જાતિ, (૭) કષભનારા સંઘયણ, (૮) નારાય સંઘયણ, (૯) અર્ધનારાચ સંઘયણ, (૧૦) કીલીકા સંઘયણ, (૧૧) છેવત્ સંઘયણ, (૧૨) ન્યગ્રોધ સંસ્થાન, (૧૩) સાદિ સંસ્થાન, (૧૪) મુજ સંસ્થાન, (૧૫) વામન સંસ્થાન, (૧૬) હુંડક સંસ્થાન, (૧૭) અશુભ વર્ણ, (૧૮) અશુભ રસ, (૧૯) અશુભ ગંધ, (૨૦) અશુભ સ્પર્શ, (૨૧) તિર્યંચાનુપૂર્વી, (૨૨) નરકાનુપૂર્વી અને (૨૩) અશુભ વિહાયોગતિ નામકર્મ. પ્ર.૪૫૯ પાપતત્ત્વની પ્રત્યેક નામકર્મની કેટલી પ્રકૃતિ છે અને કઇ કઇ ? ઉ.૪૫૯ પાપતત્ત્વની પ્રત્યેક નામકર્મની એક પ્રકૃતિ છે, ઉપઘાત નામકર્મ નામની. પ્ર.૪૬o પાપતન્દ્રની સ્થાવરની દશ પ્રવૃતિઓ કઇ કઇ છે ? ઉ.૪૬૦ પાપતન્દ્રની સ્થાવરની દશ પ્રકૃતિઓ આ પ્રમાણે છે. (૧) સ્થાવર નામકર્મ, (૨) સૂક્ષ્મ નામકર્મ, (૩) અપર્યાપ્ત નામકર્મ, (૪) સાધારણ નામકર્મ, (૫) અસ્થિર નામકર્મ, (૬) અશુભ નામકર્મ, (૭) દુર્લગ નામકર્મ, (૮) દુ:સ્વર નામકર્મ, (૯) અનાદેય નામકર્મ અને (૧૦) અયશ નામકર્મ. પ્ર.૪૬૧ મતિજ્ઞાનાવરણીય કર્મ કોને કહેવાય ? ઉ.૪૬૧ મન અને ઇન્દ્રિયોથી થતું જે જ્ઞાન તે જ્ઞાનને જે આવરણ કરે છે તે કર્મને મતિજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. પ્ર.૪૬૨ શ્રુતજ્ઞાનાવરણીય કર્મ કોને કહેવાય ? ઉ.૪૬૨ મન અને ઇન્દ્રિયથી થતું અર્થોપ લબ્ધિ રૂપ જે જ્ઞાન અથવા દ્વાદશાંગી રૂપ જે શ્રુતજ્ઞાન તે જ્ઞાનને આવરણ કરનાર કર્મ, તે શ્રુતજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે પ્ર.૪૬૩ અવધિ જ્ઞાનાવરણીય કર્મ કોને કહેવાય ? ઉ.૪૬૩ મન અને ઇન્દ્રિયોની સહાય વિના આત્માને થતું પ્રત્યક્ષ જ્ઞાન તે જ્ઞાનને આવરણ કરનાર જે કર્મ છે તે અવધિજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. પ્ર.૪૬૪ મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ કોને કહેવાય ? ઉ.૪૬૪ મન અને ઇન્દ્રિયોની સહાય વિના આત્મ પ્રત્યક્ષ જે જ્ઞાન મનમાં પરિણામ પામેલા પગલોને જાણવાનું જે જ્ઞાન તેનું આવરણ કરનાર કર્મ તે મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. પ્ર.૪૬૫ કેવલ જ્ઞાનાવરણીય કર્મ કોને કહેવાય ? ઉ.૪૬૫ એક સમયમાં સર્વ પદાર્થને જણાવરનારૂં જે જ્ઞાન તેને આવરણ કરનાર જે કર્મ તે કેવલજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. પ્ર.૪૬૬ ચક્ષુદર્શનાવરણીય કર્મ કોને કહેવાય ? ઉ.૪૬૬ જે કર્મના ઉદયથી ચક્ષદ્વારા દેખી ન શકાય તે ચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે. પ્ર.૪૬૭ અચક્ષુદર્શનાવરણીય કર્મ કોને કહેવાય ? ઉ.૪૬૭ જે કર્મના ઉદયથી ચક્ષસિવાયની બાકીની ઇન્દ્રિયોથી પદાર્થનું જ્ઞાન ન થઇ શકે તે અચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે. પ્ર.૪૬૮ અવધિદર્શનાવરણ કર્મ કોને કહેવાય? ઉ.૪૬૮ જે કર્મના ઉદયથી જીવને રૂપથી પદાર્થના સામાન્ય બોધનું પણ જ્ઞાન થાય છે તે ન થાય તેને અવધિદર્શનાવરણ કર્મ કહેવાય છે. પ્ર.૪૬૯ કેવલદર્શનાવરણ કર્મ કોને કહેવાય ? Page 47 of 106 Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩.૪૬૯ જે કર્મના ઉદયથી જીવને સંપૂર્ણ પદાર્થનું જે સામાન્ય જ્ઞાન થાય છે, તે ન થાય તેને કેવલદર્શનાવરણ કર્મ કહેવાય છે. પ્ર.૪૭૦ નિદ્રા કર્મ કોને કહેવાય ? ઉ.૪૦૦ જે કર્મના ઉદયથી સુખપૂર્વક જાગી શકાય એવી નિદ્રાનો ઉદય પ્રાપ્ત થાય તે નિદ્રા કર્મ કહેવાય છે. પ્ર.૪૭૧ નિદ્રાનિદ્રા કર્મ કોને કહેવાય ? ઉ.૪૭૧ જે કર્મના ઉદયથી ઊંઘ્યા પછી ઘણા ટાઇમે ઉઠી શકાય કોઇ બોલાવે તો પણ જલ્દી ઉઠાય નહિ તે નિદ્રાનિદ્રા કર્મ કહેવાય છે. પ્ર.૪૭૨ પ્રચલા કર્મ કોને કહેવાય ? ઉ.૪૭૨ જે કર્મના ઉદયથી બેઠા બેઠા જીવને ઉંઘ આવે તે પ્રચલા કર્મ કહેવાય છે. પ્ર.૪૭૩ પ્રચલાપ્રચલા કર્મ કોને કહેવાય ? ઉ.૪૭૩ જે કર્મના ઉદયથી જીવોને ઉભા ઉભા તથા ચાલતા ચાલતા ઉંઘ આવે તે પ્રચલાપ્રચલા કર્મ કહેવાય છે. પ્ર.૪૭૪ થીણદ્વી નિદ્રા કર્મ કોને કહેવાય ? ઉ.૪૭૪ જે કર્મના ઉદયથી જીવે દિવસના ચિંતવેલું કાર્ય બાકી રહી ગયું હોય તો તે રાતના ઊંઘમાં જઇ કરી આવે, એ નિદ્રાના ઉદય કાળ વખતે જીવને ઘણું બળ પેદા થાય છે અને આ નિદ્રાના ઉદયવાળા જીવો મોટે ભાગે નરકગામી હોય છે, એટલે કે નરકમાં જવાવાળા જીવોને થીણદ્વી નિદ્રાકર્મ હોય છે. પ્ર.૪૭૫ અશાતા વેદનીય કર્મ કોને કહેવાય ? ઉ.૪૭૫ જે કર્મના ઉદયથી જીવને દુઃખનો અનુભવ કરવો પડે તે અશાતા વેદનીય કર્મ કહેવાય છે. પ્ર.૪૭૬ નીચગોત્ર કર્મ કોને કહેવાય ? ઉ.૪૭૬ - જે કર્મના ઉદયથી જીવને નીચ જાતિ અને નીચ કુળમાં ઉત્પન્ન થવું પડે તે નીચગોત્ર કર્મ કહેવાય છે. પ્ર.૪99 નરકાયુષ્ય કર્મનો ઉદય શું કામ કરે છે ? ઉ.૪૭૭ જે કર્મના ઉદયથી જીવને અશુભ અને ભયંકર અશાતા વેદનીયનો ઉદય જેમાં ભોગવાવે, મરવાની ઇચ્છા થાય તો પણ મરવા ન દે તે નરકાયુષ્ય કર્મ કહેવાય છે. પ્ર.૪૭૮ મિથ્યાત્વ મોહનીય કર્મ કોને કહવાય ? ઉ.૪૭૮ જે કર્મના ઉદયથી જીવને આત્મિક ગુણો પેદા કરવાની બુદ્ધિ પેદા ન કરવા દે અને સંસારમાં રખડાવનારી બુદ્ધિ પેદા કરાવે તે મિથ્યાત્વ મોહનીય કર્મ કહેવાય છે. જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલા તત્ત્વોમાંથી હેયમાં ઉપાદેય અને ઉપાદેયમાં હેય બુદ્ધિ કરાવે. પ્ર.૪૭૯ અનંતાનુબંધી ક્રોધ કર્મ કોને કહેવાય ? ઉ.૪૭૯ જે કર્મના ઉદયથી જીવને ભયંકર કોટીનો ક્રોધ પેદા થાય, જેના કારણે સંસારમાં જીવ ભટકે છે. જે સંસારનો સંખ્યાત અસંખ્યાત-અનંત અનુબંધ પેદા કરાવે તે અનંતાનુબંધી ક્રોધ કર્મ કહેવાય છે. પ્ર.૪૮૦ અનંતાનુબંધી માનકર્મ કોને કહેવાય ? ઉ.૪૮૦ જે માન કરવાથી, અભિમાન કરવાથી જીવોનો અનંત સંસાર વધે છે અને આનો ઉદય Page 48 of 106 Page #49 -------------------------------------------------------------------------- ________________ થયા પછી મોટા ભાગે જીવ પાછો તો નથી તે અનંતાનુબંધી માનકર્મ કહેવાય છે. પ્ર.૪૮૧ અનંતાનુબંધી માયાકર્મ કોને કહેવાય ? ઉ.૪૮૧ જે કર્મના ઉદયથી જીવ એવું કપટ કરે છે, એવી માયા રમે છે, તેના કારણે જીવને પોતાના આત્મસ્વરૂપનો ખ્યાલ આવતો નથી તે અનંતાનુબંધી માયાકર્મ કહેવાય છે. પ્ર.૪૮૨ અનંતાનુબંધી લોભકર્મ કોને કહેવાય ? ઉ.૪૮૨ જે લોભના ઉદયથી સદા માટે અસંતોષી જ રહે છે અને તેના કારણે સંસારનો મોટે ભાગે અનંત અનુબંધ કરે છે તે અનંતાનુબંધી લોભકર્મ કહેવાય છે. પ્ર.૪૮૩ અપ્રત્યાખ્યાની ક્રોધ કર્મ શું કામ કરે છે ? ઉ.૪૮૩ આ કષાયના ઉદયમાં જીવને સહેજ પણ પચ્ચકખાણ આવવા દેતું નથી અને આ ક્રોધના ઉદયવાળો જીવ એક વરસ સુધી કષાયનો અનુભવ કરે છે. પ્ર.૪૮૪ અપ્રત્યાખ્યાની માનકર્મ કોના જેવું હોય છે ? ઉ.૪૮૪ અપ્રત્યાખ્યાની માનના ઉદયવાળા જીવોને વાળવા હોય તો વળી શકે છે, પણ વાર લાગે છે. આ કષાયમાં પણ જીવને પચ્ચકખાણ થઇ શકતું નથી. પ્ર.૪૮૫ અપ્રત્યાખ્યાનીય માયાકર્મ કોને કહેવાય ? ઉ.૪૮૫ અપ્રત્યાખ્યાનીય માયાવાળા જીવો કપટ કરે પણ સમજ આવી જાય તો પાછા ફ્રી જાય છે આ કષાયમાં પચ્ચખાણ આવવા દેતું નથી. પ્ર.૪૮૬ અપ્રત્યાખ્યાનીય લોભકર્મ કોને કહેવાય ? ઉ.૪૮૬ અપ્રત્યાખ્યાનીય લોભવાળા જીવોને અસંતોષ હોય છે, પણ તે ખરાબ લગાડે છે. પ્ર.૪૮૭ પ્રત્યાખ્યાનીય કષાય કોના જેવા હોય છે ? ઉ.૪૮૭ પ્રત્યાખ્યાનીય કષાયો રેતીમાં રેખા થયેલી હોય અને પુરાતાં થોડો કાળ લાગે છે તેમ આ કષાયના ઉદય પછી ઓલવાતા થોડો કાળ લાગે તેવા હોય છે. પ્ર.૪૮૮ પ્રત્યાખ્યાનીય કષાય શું રોકે છે ? ઉ.૪૮૮ પ્રત્યાખ્યાનીય કષાય સર્વવિરતિને આવવા દેતી નથી. સર્વવિરતિને રોકે છે. પ્ર.૪૮૯ પ્રત્યાખ્યાનીય કષાયની કેટલી સ્થિતિ ? ઉ.૪૮૯ પ્રત્યાખ્યાનીય કષાયની સ્થિતિ ચાર માસની કહેલી છે, એટલે કે આ કષાયનો ઉદય થયા. પછી અવશ્ય ચાર મહિનામાં તે ઉપશમ પામી જાય છે. પ્ર.૪૯o સંજ્વલન કષાય કોને રોકે છે ? ઉ.૪૯૦ સંજવલન કષાય યથાખ્યાત ચારિત્રને રોકે છે. પ્ર.૪૯૧ સંજ્વલન કષાયની સ્થિતિ કેટલી ? ઉ.૪૯૧ સંજવલન કષાયની સ્થિતિ પંદર દિવસની કહેલી છે. પ્ર.૪૯૨ સંજ્વલન એટલે શું ? ઉ.૪૯૨ સંજવલન એટલે ચારિત્રના પરિણામમાં રહેલા સાધુને આ કષાયના ઉદયથી ચારિત્રના. પરિણામને બાળે એટલે કે અતિચાર લગાડે તે સંજ્વલન કષાય કહેવાય છે. પ્ર.૪૯૩ સંજ્વલન કષાય કોના જેવો છે ? ઉ.૪૯૩ સંજ્વલન કષાયના ઉદય પછી જીવને પાછો વાળવો હોય તો તે કષાયોથી જલ્દીથી પાછો Page 49 of 106 Page #50 -------------------------------------------------------------------------- ________________ વળી જાય છે. પ્ર.૪૯૪ હાસ્ય મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ.૪૯૪ નિમિત્ત હોય અથવા ન પણ હોય, તો પણ આ કર્મના ઉદયથી જીવને હાસ્ય પેદા થાય તે હાસ્ય મોહનીય કર્મ કહેવાય છે. પ્ર.૪૯૫ રતિ મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ.૪૫ આ કર્મના ઉદયથી જીવને સુખની ઇરછા થાય, સુખમાં મજા આવે તે રતિ મોહનીય કર્મ કહેવાય છે. પ્ર.૪૯૬ અરતિ મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ.૪૯૬ જે કર્મના ઉદયથી જીવને અનિષ્ટ વસ્તુઓમાં દુ:ખ થાય તે અરતિ મોહનીય કર્મ કહેવાય છે. પ્ર.૪૯૭ શોક મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ.૪૯૭ જે કર્મના ઉદયથી જીવને કોઇ પણ વસ્તુમાં દીલગીરી પેદા થાય તે શોક મોહનીય કર્મ કહેવાય. ઇષ્ટના વિયોગથી જે દુ:ખ સંતાપ પેદા થાય તે શોક મોહનીય કર્મ કહેવાય છે. પ્ર.૪૯૮ ભય મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ.૪૯૮ જે કર્મના ઉદયથી જીવને ગભરાટ લાગે, બીક લાગે તે ભય મોહનીય કર્મ કહેવાય છે. પ્ર.૪૯૯ જુગુપ્સા મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ.૪૯૯ જે કર્મના ઉદયથી જીવને ખરાબ વસ્તુઓ ઉપર તિરસ્કાર પેદા થાય તે જુગુપ્સા મોહનીય કર્મ કહેવાય. પ્ર.૫૦૦ પુરૂષવેદ કર્મ કોને કહેવાય ? ઉ.૫૦૦ જે કર્મના ઉદયથી જીવને સ્ત્રીને સેવવાનો અભિલાષ થાય તે પુરૂષવેદ કર્મ કહેવાય છે. પ્ર.૫૦૧ સ્ત્રીવેદ કર્મ કોને કહેવાય ? ઉ.૫૦૧ જે કર્મના ઉદયથી જીવને પુરૂષને સેવવાનો અભિલાષ થાય તે સ્ત્રીવેદ કર્મ કહેવાય. પ્ર.૫૦૨ નપુંસકવેદ કર્મ કોને કહેવાય ? ઉ.૫૦૨ જે કર્મના ઉદયથી જીવને ઉભયને એટલે સ્ત્રી-પુરૂષ બન્નેને સેવવાનો અભિલાષ થાય તે નપુંસક વેદ કર્મ કહેવાય છે. પ્ર.૫૦૩ પુરૂષવેદ કોના જેવો છે ? ઉ.૫૦૩ ઘાસનો અગ્નિ સળગ્યા પછી તરત જ બુઝાઇ જાય છે, એવો પુરૂષવેદનો ઉદય છે. પ્ર.૫૦૪ સ્ત્રીવેદ કોના જેવો છે ? ઉ.૫૦૪ બકરીની લીંડીનો અગ્નિ હોય તે સળગ્યા પછી તેને ઓલવતાં (શાંત) થતાં વાર લાગે છે તેના જેવો સ્ત્રીવેદનો ઉદય છે. પ્ર.૫૦૫ નપુંસક વેદ કોના જેવો કહ્યો છે ? ઉ.૫૦૫ જેમ નગરમાં દાહ પેદા થયો હોય તો તે જલ્દી શાંત થતો નથી અને સળગ્યા જ કરે છે, તેના જેવો નપુંસક વેદનો ઉદય હોય છે. પ્ર.૫૦૬ નરક ગતિ નામકર્મ કોને કહેવાય ? ઉ.૫૦૬ જે કર્મના ઉદયથી જીવને નારકીપણું ઉત્પન્ન કરાવે તે નરકગતિ નામકર્મ કહેવાય છે. Page 50 of 106 Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૫૦૭ તિર્યંચગતિ નામકર્મ કોને કહેવાય છે ? ઉ.૫૦૭ જે કર્મના ઉદયથી જીવને તિર્યચપણું પ્રાપ્ત કરાવે તે તિર્યંચગતિ નામકર્મ કહેવાય છે. પ્ર.૫૦૮ તિર્યંચાયુષ્ય પુણ્ય પ્રકૃતિ અને તિર્યંચગતિ પાપપ્રકૃતિ શા માટે કહેવાય છે ? ઉ.૫૦૮ તિર્યંચાયુષ્યના ઉદયથી જીવ તિર્યચપણાને પ્રાપ્ત કરે છે, પણ ત્યાં ઉત્પન્ન થયા પછી મરવાનું મન થતું નથી અર્થાત મરવાની ઇચ્છા ન થતી હોવાથી પુણ્ય પ્રકૃતિ કહેવાય છે, જ્યારે તિર્યંચને જોઇને તે ગતિમાં કોઇને જવાનું મન થતું ન હોવાથી તે ગતિ પાપકર્મમાં ગણાય છે. પ્ર.૫૦૯ એકેન્દ્રિય જાતિકર્મ કોને કહેવાય? ઉ.૫૦૯ જે કર્મના ઉદયથી જીવને ભાવથી પાંચ ઇન્દ્રિયનો ક્ષયોપશમ હોવા છતાં પણ પ્રધાનપણે દ્રવ્યથી એક સ્પર્શનઇન્દ્રિયનો ક્ષયોપશમ ભાવ પેદા થાય તે એકેન્દ્રિય જાતિ કર્મ કહેવાય છે. પ્ર.૫૧૦ બે ઇન્દ્રિય જાતિ કર્મ કોને કહેવાય ? ઉ.૫૧૦ જે કર્મના ઉદયથી જીવને પાંચ ઇન્દ્રિયનો ભાવથી ક્ષયોપશમ હોવા છતાં પણ પ્રધાનપણે દ્રવ્યથી સ્પર્શના અને રસના બેઇન્દ્રિયનો ક્ષયોપશમ પેદા થાય છે, તે બેઇન્દ્રિય જાતિ કર્મ કહેવાય છે. પ્ર.૫૧૧ તે ઇન્દ્રિય જાતિ કર્મ કોને કહેવાય ? ઉ.૫૧૧ જે કર્મના ઉદયથી જીવને પાંચ ઇન્દ્રિયનો ભાવથી ક્ષયોપશમ હોવા છતાં પણ દ્રવ્યથી સ્પર્શના, રસના અને ધ્રાણ એ ત્રણ ઇન્દ્રિયનો ક્ષયોપશમ પેદા થાય છે, તે તે ઇન્દ્રિય જાતિ કર્મ કહેવાય. પ્ર.૫૧૨ ચઉરીન્દ્રિય જાતિ કર્મ કોને કહેવાય ? ઉ.૫૧૨ જે કર્મના ઉદયથી જીવને ભાવથી પાંચેય ઇન્દ્રિયનો ક્ષયોપશમ ભાવ પેદા થયેલો હોવા છતાં પણ દ્રવ્યથી જીવને સ્પર્શના, રસના, ધ્રાણ અને ચક્ષ એ ચાર ઇન્દ્રિયોનો ક્ષયોપશમ પેદા થાય તે ચઉરીન્દ્રિય જાતિ કર્મ કહેવાય છે. પ્ર.૫૧૩ કષભનારાચ સંઘયણ કર્મ કોને કહેવાય ? ઉ.૫૧૩ જે કર્મના ઉદયથી જીવને મર્કટબંધ અને તેના ઉપર પાટા સમાન સંઘયણ પેદા થાય છે. હાડકાની મજબૂતાઇ એવી પ્રાપ્ત થાય છે તેને ત્રટષભનારાચ સઘયણ કર્મ કહેવાય છે. પ્ર.૫૧૪ કેટલાક આચાર્યો આ સંઘયણનું નામ શું કહે છે ? તેનો અર્થ શું થાય છે ? ઉ.૫૧૪ કેટલાક આચાર્યો આ સંઘયણને વજનારાચ સંઘયણ પણ કહે છે. તેનો અર્થ વજ એટલે ખીલો અને નારાચ એટલે મર્કટબંધ એટલે કે હાડકાની મજબૂતાઇ મર્કટબંધ સરખી અને તેમાં હાડકાનો. ખીલો હોય છે, તે વજનારાચ સંઘયણ કહેવાય છે. આ વાત દ્રવ્યલોકપ્રકાશમાં આવે છે. પ્ર.૫૧૫ નારાજ સંઘયણ કર્મ કોને કહેવાય ? ઉ.૫૧૫ જે કર્મના ઉદયથી જીવને હાડકાની મજબુતાઇ મર્કટ બંધ જેવી પ્રાપ્ત થાય તે નારાજ સંઘયણ કર્મ કહેવાય છે. પ્ર.૫૧૬ અર્ધનારાચ સંઘયણ કર્મ કોને કહેવાય ? ઉ.૫૧૬ જે કર્મના ઉદયથી જીવને અડધો મર્કટબંધ હોય તેવી હાડકાની મજબૂતાઇ પ્રાપ્ત થાય તે અર્ધનારાજ સંઘયણ કર્મ કહેવાય છે. પ્ર.૫૧૭ કીલીકા સંઘયણ કર્મ કોને કહેવાય ? ઉ.૫૧૭ જે કર્મના ઉદયથી જીવને હાડકાનાં સાંધાઓ ક્ત ખીલીથી દ્રઢ કરેલા હોય તે કીલીકા સંઘયણ કર્મ કહેવાય છે. Page 51 of 106 Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૫૧૮ સેવાર્ત અથવા છેવટ્ઝ સંઘયણ કોને કહેવાય છે ? ઉ.૫૧૮ જે કર્મના ઉદયથી જીવને હાડકાની મજબતાઇ એવી મલે કે એક બીજાને અડીને રહેલા હોય છે. તેને સેવા કરાવવામાં આવે તો સારી રીતે રહે, તેથી તે સેવાર્ય સંઘયણ કર્મ કહેવાય. પ્ર.૫૧૯ ન્યગ્રોધ સંસ્થાન કર્મ કોને કહેવાય ? ઉ.૫૧૯ જે કર્મના ઉદયથી જીવનો નાભિના ઉપરનો-શરીરનો ભાગ લક્ષણયુક્ત હોય અને નાભિના નીચેનો ભાગ લક્ષણ રહિત હોય તે વ્યગ્રોધ સંસ્થાન કર્મ કહેવાય છે. પ્ર.૫૨૦ સાદિ સંસ્થાન કર્મ કોને કહેવાય ? ઉ.૫૨૦ જે કર્મના ઉદયથી જીવનું શરીર નાભીથી નીચેના ભાગમાં શુભ લક્ષણવાળું હોય અને ઉપરનો ભાગ અપલક્ષણવાળો હોય તે સાદિ સંસ્થાન કર્મ કહેવાય છે. પ્ર.૫૨૧ વામન સંસ્થાન કર્મ કોને કહેવાય ? ઉ.પર૧ જે કર્મના ઉદયથી જીવનાં મસ્તક, ડોક, હાથ અને પગ એ સુલક્ષણવાળા હોય અને શેષ અવયવો અપલક્ષણવાળા હોય તે વામન સંસ્થાન કર્મ કહેવાય છે. પ્ર.૫૨૨ મુજ સંસ્થાન કર્મ કોને કહેવાય ? ઉ.૫૨૨ જે કર્મના ઉદયથી જીવનાં મસ્તક, ડોક, હાથ અને પગ અપલક્ષણવાળા હોય અને બાકીનાં અંગો સુલક્ષણવાળાં હોય તે કુજ સંસ્થાન કર્મ કહેવાય છે. પ્ર.૫૨૩ હુંડક સંસ્થાન કોને કહેવાય ? ઉ.૫૨૩ જે કર્મના ઉદયથી જીવના સર્વ અવયવો અને અંગો અપલક્ષણવાળા હોય તે હૂંડક સંસ્થાના કર્મ કહેવાય છે. પ્ર.૧ર૪ અશુભ વર્ણો કેટલા છે ? કયા કયા ? ઉ.૫૨૪ અશુભ વણા બે છે. કાળો વર્ણ અને લીલો વર્ણ. જે કર્મના ઉદયથી જીવનું શરીર કાળુ અને લીલું પ્રાપ્ત થાય તે અશુભ વર્ણવાળું કહેવાય. પ્ર.૫૨૫ દુર્ગધ કર્મ શું કામ કરે છે ? ઉ.પ૨૫ જે કર્મના ઉદયથી જીવનું શરીર દુર્ગધવાળું પ્રાપ્ત થાય તે દુર્ગધ કર્મવાળા જીવો કહેવાય છે. પ્ર.૫૨૬ અશુભ રસ કેટલા પ્રકારના છે ? અને કયા કયા ? ઉ.૫૨૬ અશુભ રસ બે પ્રકારના છે. (૧) તીખો રસ, (૨) કડવો રસ. પ્ર.૫૨૭ અશુભ રસ કર્મ શું કાર્ય કરે છે ? ઉ.૫૨૭ જે કર્મના ઉદયથી જીવનું શરીર રસમાં તીખું અને કડવું બનાવે, તે અશુભ રસવાળું કર્મ કહેવાય છે. પ્ર.૫૨૮ અશુભ સ્પર્શ કેટલા છે ? કયા કયા ? ઉ.૫૨૮ અશુભ સ્પર્શી ચાર છે તે આ પ્રમાણે છે. (૧) શીત સ્પર્શ, (૨) કર્કશ સ્પર્શ (ખરબચડો), (૩) રુક્ષ સ્પર્શ (લુખો) (૪) ગુરુ સ્પર્શ (ભારે સ્પર્શ). પ્ર.૫૨૯ અશુભ સ્પર્શ કર્મ કોને કહેવાય? ઉ.૫૨૯ જે કર્મના ઉદયથી જીવનું શરીર ઠંડા સ્પર્શવાળું, લુખા સ્પર્શવાળું અને ચામડી ભારે લાગે એવા સ્પર્શવાળું હોય છે તે અશુભ સ્પર્શ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. પ્ર.૫૩૦ અશુભ વિહાયો-ગતિ નામકર્મ કોને કહેવાય ? Page 52 of 106 Page #53 -------------------------------------------------------------------------- ________________ ઉ.૫૩૦ જે કર્મના ઉદયથી જીવની ગતિ ઊંટ અને ગધેડા સરખી અશુભ પ્રાપ્ત થાય તે અશુભ વિહાયો-ગતિ નામકર્મ કહેવાય છે. પ્ર. ૫૩૧ તિર્યંચાનુપૂર્વી નામકર્મ કોને કહેવાય ? ઉ.૫૩૧ જે કર્મના ઉદયથી જીવને તિર્યંચમાં જવા માટે ખેંચીને લઇ જાય તે તિર્યંચ અનુપૂર્વી નામકર્મ કહેવાય છે. પ્ર.૫૩૨ નરકાનુપૂર્વી નામકર્મ કોને કહેવાય ? ઉ.૫૩૨ જે કર્મના ઉદયથી જીવને બળાત્કારે નરકગતિમાં લઇ જાય તે નરકાનુપૂર્વી નામકર્મ કહેવાય છે. પ્ર.૫૩૩ ઉપઘાત નામકર્મ કોને કહેવાય ? ઉ.૫૩૩ ઉપઘાત નામકર્મના ઉદયથી જીવ પોતાના શરીરમાં અવયવોથી જેમ કે રસોળી, પડજીવી અને ચોરદાંત વગેરેથી પીડાય તે ઉપઘાત નામકર્મ કહેવાય છે. પ્ર.૫૩૪ સ્થાવર નામકર્મ કોને કહેવાય ? ઉ.૫૩૪ જે કર્મના ઉદયથી જીવને અનુકૂળતાની ઇચ્છાથી અને પ્રતિકૂળતાથી પાછા હઠવાની ઇચ્છા હોવા છતાં અનુકૂળતા મેળવી ન શકે અને પ્રતિકૂળતા છોડી ન શકે તે સ્થાવર નામકર્મનો ઉદય કહેવાય છે. પ્ર.૫૩૫ સૂક્ષ્મ નામકર્મ કોને કહેવાય ? ઉ.૫૩૫ જે કર્મના ઉદયથી જીવનું શરીર જે પ્રાપ્ત થાય છે, તે શરીર અસંખ્યાતા જીવો ભેગા થાય તો પણ ચર્મચક્ષુથી ન દેખી શકાય એવું પ્રાપ્ત થાય છે, તે સૂક્ષ્મ નામકર્મ કહેવાય છે. પ્ર.૫૩૬ અપર્યાપ્ત નામ કર્મ કોને કહેવાય ? ઉ.૫૩૬ જે કર્મના ઉદયથી જીવને જેટલી પર્યાપ્તિઓ કહેલી છે તે સઘળી પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે, અવશ્ય અધુરી પર્યાપ્તિએ મરે તે અપર્યાપ્ત નામ કર્મ કહેવાય છે. પ્ર.૫૩૭ સાધારણ નામકર્મ કોને કહેવાય ? ઉ.૫૩૭ જે કર્મના ઉદયથી અનંતા જીવા વચ્ચે એક જ શરીર પ્રાપ્ત થાય તે સાધારણ નામકર્મ કહેવાય છે. પ્ર.૫૩૮ અસ્થિર નામકર્મ કોને કહેવાય ? ઉ.૫૩૮ જે કર્મના ઉદયથી જીવોના શરીરમાં જીભ, ચામડી વેગેર અવયવોમાં અસ્થિરપણું પ્રાપ્ત થાય તે અસ્થિર નામ કર્મ કહેવાય છે. પ્ર.૫૩૯ અશુભ નામકર્મ કોને કહેવાય છે ? ઉ.૫૩૯ - જે કર્મના ઉદયથી જીવના નાભિના નીચેના જે અવયવો છે તે અશુભ રૂપે મલે તે અશુભ નામકર્મ કહેવાય છે. પ્ર.૫૪૦ દુર્ભાગ નામકર્મ કોને કહેવાય ? ઉ.૫૪૦ જે કર્મના ઉદયથી જીવ બીજાને વ્હાલો ન લાગે તે દુર્ભગ નામકર્મનો ઉદય કહેવાય છે. પ્ર.૫૪૧ દુ:સ્વર નામકર્મનો ઉદય કોને કહેવાય ? ઉ.૫૪૧ જે કર્મના ઉદયથી જીવનો સ્વર ખર જેવો ખરાબ મલે તે દુઃસ્વર નામકર્મનો ઉદય છે. પ્ર.૫૪૨ અનાદેય નામકર્મ કોને કહેવાય ? Page 53 of 106 Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉ.૫૪ર જે કર્મના ઉદયથી જીવ હિતકારી બોલતો હોવા છતાં પણ કોઇને ગ્રાહ્ય થાય નહિ, તે અનાદેય નામકર્મનો ઉદય કહેવાય છે. પ્ર.૫૪૩ અયશ નામકર્મ કોને કહેવાય ? ઉ.૫૪૩ જે કર્મના ઉદયથી સારા કાર્યો કરવા છતાં પણ જીવને કીર્તિ મલે નહિ, યશ મલે નહિ તે અયશ નામકર્મનો ઉદય કહેવાય છે. આ રીતે પાપતત્ત્વનું વર્ણન પૂર્ણ થયું. હવે પછી આશ્રવ તત્ત્વનું વર્ણન શરૂ થશે. इंदिअ कसाय अव्वय, जोगा पंच चउ पंच तिन्नि कमा, किरिआओ पण वीसं, इमा उताओ अणुक्कमसो ||२१|| ભાવાર્થ :- પાંચ ઇન્દ્રિયો, ચાર કષાય, પાંચ અવ્રતો, ત્રણ યોગ અને પચ્ચીશ ક્રિયાઓ, એ આશ્રવા તત્વનાં ૪૨ ભેદો કહેવાય છે. પ્ર.૫૪૪ આશ્રવ કેટલા પ્રકારના છે ? કયા કયા ? ઉ.૫૪૪ આશ્રવ બે પ્રકારનાં કહ્યા છે. (૧) દ્રવ્યાશ્રય, (૨) ભાવાશ્રવ. પ્ર.૫૪૫ આશ્રવના ઉત્તર ભેદો કેટલા છે ? કયા કયા ? ઉ.૫૪૫ આશ્રવના ઉત્તર ભેદો ૪૨ છે અને તે ઉપર મુજબ. પ્ર.૫૪૬ સ્પર્શેન્દ્રિય આશ્રવ કોને કહેવાય ? ઉ.૫૪૬ સ્પર્શેન્દ્રિય જે વિષયો છે તે વિષયોનાં પદાર્થો અનુકૂળ મળવાથી જીવ રાજી થાય અને પ્રતિકૂળ પદાર્થો મળવાથી જીવને નારાજી પેદા થાય. આ પ્રમાણ આત્મા રાગદ્વેષ પરિણામમાં વર્તતો હોય છે, ત્યારે કર્મનું આત્મામાં આવવું થાય છે. તે સ્પર્શેન્દ્રિયાશ્રવ કહેવાય છે. પ્ર.૫૪૭ સ્પર્શેન્દ્રિયના વિષયો કેટલા પ્રકારના છે ? કયા કયાં ? ઉ.૫૪૭ સ્પર્શેન્દ્રિયના વિષયો આઠ પ્રકારના કહેલા છે. તે આ પ્રમાણે. (૧) શીત સ્પર્શ, (૨) ઉષ્ણ સ્પર્શ, (૩) સ્નિગ્ધ સ્પર્શ, (૪) રૂક્ષ સ્પર્શ, (૫) મૃદુ સ્પર્શ, (૬) કર્કશ સ્પર્શ, (૭) લઘુ સ્પર્શ અને (૮) ગુરૂ સ્પર્શ. આ આઠ પ્રકારનાં વિષયો સ્પર્શેન્દ્રિય કહેવાય છે. પ્ર.૫૪૮ રસનેન્દ્રિયના કેટલા વિષયો છે ? ઉ.૫૪૮ રસનેન્દ્રિયના પાંચ પ્રકારના વિષયો કહેલા છે, તે આ પ્રમાણે. ખાટો રસ, તુરો રસ, કડવો રસ, મીઠો રસ અને તીખો રસ, આ પાંચ પ્રકારના રસો તે રસનેન્દ્રિયના વિષયો છે. પ્ર.૫૪૯ પ્રયન કેટલા વિષયો કહેલા છે ? કયા કયા ? ઉ.૫૪૯ પ્રાણોન્દ્રિયના બે પ્રકાર. (૧) સુગંધવાળા પદાર્થોનો અને ખરાબ ગંધવાળા પદાર્થોનો વિષય. પ્ર.૫૫o ચક્ષરીન્દ્રિયના કેટલા પ્રકારના વિષયો છે ? ઉ.૫૫૦ ચક્ષરીન્દ્રિયના પાંચ પ્રકારના વિષયો કહ્યાં છે. (૧) શ્વેત (સદ્દ), (૨) લાલ, (૩) લીલો, (૪) પીળો, (૫) કાળા વર્ણવાળા પુદગલોનો વિષય એમ પાંચ પ્રકાર છે. પ્ર.પપ૧ શ્રોબેન્દ્રિયના વિષયો કેટલા ? અને કયા કયા ? ઉ.૫૫૧ શ્રોત્રેન્દ્રિયના વિષયોમાં મુખ્ય શબ્દ કામ કરે છે તે શબ્દો ત્રણ પ્રકારના કહ્યા છે. (૧) સચિત્ત શબ્દનો, (૨) અચિત્ત શબ્દનો અને (૩) મિશ્ર શબ્દનો વિષય કરવો તે. Page 54 of 106 Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્ર.પપ૨ પાંચ ઇન્દ્રિયોના કુલ વિષયો કેટલા ? ઉ.૫પર પાંચ ઇન્દ્રિયોના કુલ વિષયો ૨૩ થયા. પ્ર.પપ૩ સચિત્ત શબ્દ કોને કહેવાય ? ઉ.૫૫૩ જીવ જ્યારે ગાન-તાન કરે, શબ્દ બોલે છે તે સચિત્ત શબ્દ કહેવાય અર્થાત જીવોના મુખમાંથી જે શબ્દો નીકળે છે તે સચિત્ત શબ્દ કહેવાય છે. પ્ર.૫૫૪ અચિત્ત શબ્દ કોને કહેવાય ? ઉ.૫૫૪ ફોનોગ્રાફ વગેરેનો જે અવાજ તે અચિત્ત શબ્દ કહેવાય અર્થાત અચેતન પદાર્થો પરસ્પર અથડાવાથી જે અવાજ થાય તે અચિત્ત શબ્દ કહેવાય. પ્ર.૫૫૫ મિશ્ર શબ્દ કોને કહેવાય ? ઉ.૫૫૫ જીવ અને અજીવના મિશ્રણથી જે અવાજ પેદા થાય તે મિશ્ર શબ્દ કહેવાય છે. પ્ર.પપ૬ રસનેન્દ્રિય આશ્રવ કોને કહેવાય ? ઉ.પપ૬ રસનેન્દ્રિયનાં જે પાંચ પ્રકારના વિષયો છે તે અનુકૂળ મલે તો તેના પ્રત્યે રાગ થાય તે પણ આશ્રવ છે અને જે પ્રતિકુળ વિષયો મલે તેના પ્રત્યે દ્વેષ થાય, તે પણ આશ્રવ કહેવાય છે. આ રસનેન્દ્રિય આશ્રવ કહેવાય છે. પ્ર.૫૫૭ ધ્રાણેન્દ્રિય આશ્રવ કોને કહેવાય ? ઉ.પપ૭ ધ્રાણેન્દ્રિયના જે વિષયો છે તે વિષયો પ્રત્યે જીવને જે રાગદ્વેષ થાય છે તે ધ્રાણેન્દ્રિય આશ્રવા કહેવાય છે. પ્ર.૫૫૮ ચરીન્દ્રિય આશ્રવ કોને કહેવાય ? ઉ.૫૫૮ ચક્ષરીન્દ્રિયના જે વિષયો કહ્યા છે, તે વિષયો પ્રત્યે જીવ આકર્ષાય અથવા તેના પ્રત્યે દ્વેષ પરિણામ પેદા થાય તે ચક્ષરીન્દ્રિય આશ્રવ કહેવાય છે. પ્ર.૫૫૯ શ્રોબેન્દ્રિય આશ્રવ કોને કહેવાય ? ઉ.૫૫૯ શ્રોસેન્દ્રિયના જે વિષયો છે તે વિષયો પ્રત્યે જીવને રાગાદિ પરિણામ પેદા થાય તે શ્રોસેન્દ્રિયના આશ્રવ કહેવાય છે. પ્ર.૫૬૦ પાંચે ઇન્દ્રિયનાં પ્રશસ્ત આશ્રવ કોને કહેવાય ? ઉ.૫૬૦ પાંચે ઇન્દ્રિયોના ૨૩ વિષયો પ્રશસ્ત ભાવે સેવાય તે પ્રશસ્ત આશ્રવ કહેવાય અને તેનાથી શુભાશ્રવ થાય છે અને પુણ્યનો બંધ થાય છે. પ્રપ૬૧/૧ પાંચ ઇન્દ્રિયોના અપ્રશસ્ત આશ્રવ કોને કહેવાય છે ? ઉપ૧/૧ પાંચ ઇન્દ્રિયોના ૨૩ વિષયોને અપ્રશસ્ત ભાવે સેવવામાં આવે તો તેને અપ્રશસ્ત આશ્રવ કહેવાય અને તેનાથી જીવને અશુભ આશ્રવ થાય છે અને પાપ કર્મનો બંધ થાય છે. પ્ર.૫૬૨ કષાય આશ્રવ કોને કહેવાય ? ઉ.૫૬૨ કષ એટલે સંસાર અને આય એટલે લાભ, જેનાથી સંસારનો લાભ થાય તે કષાય આશ્રવ કહેવાય છે. પ્ર.૫૬૩ કષાય કેટલા પ્રકારના છે ? ઉ.૫૬૩ કષાયો ચાર પ્રકારના, સોળ પ્રકારના અને ચોસઠ પ્રકારના પણ થઇ શકે છે. પ્ર.૫૬૪ ક્રોધ કષાય કેટલા પ્રકારના છે ? Page 55 of 106 Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉ.૫૬૪ ક્રોધ અનેક પ્રકારના કહ્યા છે, જેમકે ગુસ્સો આવે, ખેદ ઉત્પન્ન થાય અને કોઇના પ્રત્યે ઇર્ષ્યા પેદા થાય તે પણ ક્રોધના ઉદયથો થાય છે. પ્ર.૫૬૫ માનના કેટલા પર્યાયવાચી શબ્દો છે ? ઉ.૫૬૫ માનને મદ, અભિમાન તથા અહંકાર પણ કહેવાય છે. પ્ર.૫૬૬ રાગમાં ક્રોધાદિ ચારમાંથી કેટલા પ્રકાર આવે છે ? ઉ.૫૬૬ માયા અને લોભ બે રાગમાં ગણાય છે. મતાંતરે કોઇક આચાર્ય માન, માયા અને લોભને રાગમાં ગણે છે. પ્ર.૫૬૭ દ્વેષમાં ક્રોધાદિ ચારમાંથી કેટલા પ્રકાર ગણેલા છે ? ઉ.૫૬૭ ક્રોધ અને માન તે દ્વેષમાં ગણાય છે. મતાંતરે એક ક્રોધ જ દ્વેષમાં ગણાય છે. પ્ર.૫૬૮ સોળ પ્રકારના કષાયો કયા કયા છે ? ઉ.૫૬૮ સોળ પ્રકારના કષાયો આ પ્રમાણે છે.(૧) અનંતાનુબંધી ક્રોધ, (૨) અનંતાનુબંધી માન, (૩) અનંતાનુબંધી માયા, (૪) અનંતાનુબંધી લોભ, (૫) અપ્રત્યાખ્યાનીય ક્રોધ, (૬) અપ્રત્યાખ્યાનીય માન, (૭) અપ્રત્યાખ્યાનીય માયા, (૮) અપ્રત્યાખ્યાનીય લોભ, (૯) પ્રત્યાખ્યાનીય ક્રોધ, (૧૦) પ્રત્યાખ્યાનીય માન, (૧૧) પ્રત્યાખ્યાનીય માયા, (૧૨) પ્રત્યાખ્યાનીય લોભ, (૧૩) સંજ્વલન ક્રોધ, (૧૪) સંજ્વલન માન, (૧૫) સંજ્વલન માયા અને (૧૬) સંજ્વલન લોભ. પ્ર.૫૬૯ અનંતાનુબંધી કષાય કોને કહેવાય ? ઉ.૫૬૯ જેનાથી વધારેમાં વધારે અનંત સંસારનો અનુબંધ પડે અર્થાત્ એક પાપના ઉદય કાળમાં એવા અનુબંધ પાડે કે જેનાથી જીવનો અનંત સંસાર વધે તે અનંતાનુબંધી કહેવાય છે. પ્ર.૫૭૦ અપ્રત્યાખ્યાનીય કષાય કોને કહેવાય ? ઉ.૫૭૦ જે કષાયના ઉદય કાળમાં જીવને જરા પણ પચ્ચક્ખાણ કરવા ન દે તે કષાય અપ્રત્યાખ્યાનીય કષાય કહેવાય છે. પ્ર.૫૭૧ પ્રત્યાખ્યાનીય કષાય કોને કહેવાય ? ઉ.૫૭૧ જે કષાયના ઉદય કાળમાં જીવને સંપૂર્ણ વિરતિનો પરિણામ પેદા ન થવા દે પણ કાંઇક આંશિક પરિણામ પેદા કરે તે પ્રત્યાખ્યાનીય કષાય કહેવાય છે. પ્ર.૫૭૨ સંજ્વલન કષાય કોને કહેવાય ? ઉ.૫૭૨ જે કષાયના ઉદયકાળમાં જીવને કાંઇક બાળે, વિરતિમાં અતિચાર લગાડે તે સંજ્વલન કપાય કહેવાય છે. પ્ર.૫૭૩ ૬૪ પ્રકારના કષાયો કેવી રીતે થાય છે ? ઉ.૫૭૩ જે સોળ પ્રકારના કષાયો છે, તે દરેકના અનંતાનુબંધો, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન રૂપે કરીએ તો ચોસઠ પ્રકાર થાય છે. કષાયનો અપ્રશસ્ત આશ્રવ કઇ રીતે જાણી શકાય ? પ્ર.૫૪ ઉ.૫૪ કોઇ પણ કપાય જો સંસાર ઉન્નતિના લક્ષ્ય બિંદુથી કરાતો હોય અથવા સંસારના સ્વાર્થના હેતુથી કપાયનો ઉપયોગ કરાતો હોય તો તે બધા અપ્રશસ્ત કષાય આશ્રવો ગણાય છે. પ્ર.૫૭૫ પ્રશસ્તભાવે કષાયનો ઉપયોગ કઇ રીતે જાણી શકાય ? ઉ.૫૭૫ નિઃસ્વાર્થ ભાવે આત્મિક ગુણ પેદા થાય એ હેતુથી તથા શાસનની ઉન્નતિના કારણે Page 56 of 106 Page #57 -------------------------------------------------------------------------- ________________ કષાયોનો ઉપયોગ કરવો પડે તો તે કષાયો પ્રશસ્ત ગણાય છે. પ્ર.પ૭૬ અપ્રશસ્ત ક્રોધ કયો સમજવો ? ઉ.૫૭૬ પોતાનો જે અનુકૂળ ચીજો હોય અથવા સંસાર વર્ધક જે ચીજો હોય છે તેનો કોઇ નાશ કરે ત્યારે તેના પ્રત્યે ક્રોધ પેદા થાય તે અપ્રશસ્ત ક્રોધ કહેવાય છે. પ્ર.પ૭૭ અપ્રશસ્ત માન કોને કહેવાય ? ઉ.૫૭૭ હું અને મારું કુટુંબ વગેરે શ્રેષ્ઠ છે. મારી પાસે ધન છે. સંસાર વૃદ્વિનાં સાધનો રહેલાં છે, તેનું અભિમાન થાય તે અપ્રશસ્ત માન કહેવાય છે. પ્ર.૫૭૮ અપ્રશસ્ત માયા કોને કહેવાય ? ઉ.૫૭૮ સંસારમાં ધન, કુટુંબ ઇત્યાદિ મેળવવા માટે જે માયા (કપટ) કરવાં પડે તે અપ્રશસ્ત માયા કહેવાય છે. પ્ર.પ૦૯ અપ્રશસ્ત લોભ કોને કહેવાય ? ઉ.૫૭૯ સંસારમાં ધન-કુટુમ્બ, પરિવાર વગેરે ઘણું હોય છતાં પણ અધિક મેળવવાનું મન થયા કરે અને અસંતોષ રહ્યા કરે તે અપ્રશસ્ત લોભ કહેવાય છે. પ્ર.૫૮૦ પ્રશસ્ત ક્રોધ કોને કહેવાય ? ઉ.૫૮૦ દેવ-ગુરુ અને ચતુર્વિધ સંઘનો અને શસનનો નાશ કરનાર જે હોય તેના પ્રત્યે રોષ આવે તે પ્રશસ્ત ક્રોધ કહેવાય છે. ખરાબ કામ પ્રત્યે દ્વેષ પેદા થાય છે. પ્ર.૫૮૧ પ્રશસ્ત માન કોને કહેવાય ? ઉ.૫૮૧ સંસાર સાગરથી તરવા માટે ઉત્તમ સામગ્રી ધર્મની મળી હોય તેનું જે અભિમાન તે પ્રશસ્ત માન કહેવાય છે. પ્ર.૫૮૨ પ્રશસ્ત માયા કોને કહેવાય ? ઉ.૫૮૨ સંસાર સાગરથી છૂટવા માટે અને જિનેશ્વર ભગવંતોએ કહેલ સંયમ માર્ગ સ્વીકારવા માટે પ્રપંચો રચવા પડે તે પ્રશસ્ત માયા કહેવાય છે. પ્ર.૫૮૩ પ્રશસ્ત લોભ કોને કહેવાય ? ઉ.૫૮૩ રત્નત્રયી એટલે ચારિત્ર સ્વીકાર્યા પછી અથવા સ્વીકારવાની ભાવનાથી, શ્રાવકની ક્રિયા. કરવાથી, જ્ઞાન-દર્શન અને ચારિત્રની અધિક અધિક પ્રાપ્તિ મને થાય કે જેથી આ સંસાર છૂટી જાય અને વહેલો મોક્ષ થાય એ હેતુથી જે મેળવવાનો લોભ થાય તે પ્રશસ્ત લોભ ગણાય છે. પ્ર.૫૮૪ પાંચ અવ્રતો કયા કયા છે ? ઉ.૫૮૪ (૧) પ્રાણાતિપાત-હિંસા કરવી તે, (૨) મૃષાવાદ-જુઠું બોલવું તે, (૩) અદત્તાદાન-કોઇની પણ નાનામાં નાની ચીજ વગર પૂછયે ગ્રહણ કરવી તે (ચોરી), (૪) અબ્રહ્મચર્ય-મેથુનનું સેવન કરવું તે અર્થાત પાંચ ઇન્દ્રિયોના અનુકૂળ વિષયોને સારી રીતે ભોગવવા તે, (૫) પરિગ્રહ એટલે સંગ્રહ કરવો તે, પાંચમું અવ્રત કહેવાય છે. પ્ર.૫૮૫ પ્રાણાતિપાત અવ્રત આશ્રવ કેવી રીતે ગણાય છે ? ઉ.૫૮૫ જગતમાં રહેલા સઘળા જીવોમાંથી કોઇપણ જીવને મારી નાખવો અર્થાત કોઇ પણ જીવને મનથી મારવાનો વિચાર પેદા થાય. વચનથી કોઇપણ જીવને મરવા માટે કહેવું અને કાયાથી કોઇપણ જીવની હિંસા કરવી, તે પહેલું પ્રાણાતિપાત નામનું અવ્રત આશ્રવ ગણાય છે. Page 57 of 106 Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૫૮૬ મૃષાવાદ કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ.૫૮૬ મૃષાવાદ અનેક પ્રકારે થાય છે, છતાં શાસ્ત્રમાં મુખ્ય રીતિએ ત્રણ પ્રકારનું કહેવું છે. (૧) દ્વિપદ માટે, (૨) ચતુષ્પદ માટે અને (૩) અપદ માટે. પ્ર.૫૮૭ દ્વિપદ મૃષાવાદ કોને કહેવાય ? ઉ.૫૮૭ જગતમાં રહેલા બે પગવાળા જેટલા પ્રાણીઓ છે તે પ્રાણીઓ માટે જુઠું બોલવું, તે દ્વિપદ મૃષાવાદ કહેવાય છે. પ્ર.૫૮૮ ચતુષ્પદ મૃષાવાદ કોને કહેવાય છે ? ઉ.૫૮૮ જગતમાં રહેલા ચાર પગવાળા આદિ જે પ્રાણીઓ છે તે ગાય, ભેંસ વગેરેને માટે જઠ બોલવું તે ચતુષ્પદ મૃષાવાદ કહેવાય છે. પ્ર.૫૮૯ અપદ મૃષાવાદ કોને કહેવાય ? ઉ.૫૮૯ ધન-ધાન્ય, ગાડી-મોટર વગેરે જેટલા અજીવ પદાર્થો છે તે પદાર્થોને માટે જૂઠું બોલવું એ અપદ મૃષાવાદ કહેવાય છે. પ્ર.૫૯૦ મૃષાવાદ અવ્રત આશ્રવ કોને કહેવાય છે ? ઉ.૫૯૦ દ્વિપદ માટે ચતુષ્પદ માટે કે અપદ માટે મનથી, વચનથી અને કાયાથી મૃષાવાદ કરવો તે મૃષાવાદ અવ્રત આશ્રવ કહેવાય છે. પ્ર.૫૯૧ ચોરી (અદત્તાદાન) કેટલા પ્રકારનું કહેવું છે ? કયા કયા ભેદ છે ? ઉ.૫૧ ચોરી અનેક પ્રકારની છે છતાં જ્ઞાનિઓએ મુખ્ય ચાર પ્રકારની કહેલી છે. તે આ પ્રમાણે. (૧) સ્વામી અદત્ત, (૨) જીવ અદત્ત, (૩) ગુરુ અદત્ત અને (૪) તીર્થકર અદત્ત. એમ ચાર પ્રકારે કહેવાય છે. કોઇએ નહિ આપેલી ચીજનું ગ્રહણ કરવું તે અદત્તાદાન કહેવાય છે. પ્ર.૫૯૨ અદત્તાદાન આશ્રવ કોને કહેવાય ? ઉ.૫૯૨ કોઇએ નહિ આપેલી નાનામાં નાની ચીજ મનથી લેવાનો વિચાર કરવો, વચનથી કોઇને લેવાનું જણાવવું અને કાયાથી કોઇની ચીજ લેવી તે અદત્તાદાન આશ્રવ કહેવાય છે. પ્ર.૫૯૩ અબ્રહ્મચર્યના કેટલા ભેદ છે ? કયા કયા ? ઉ.૫૯૩ અબ્રહ્મચર્યના ૧૮ ભેદ થાય છે તે આ પ્રમાણે. દારિક શરીરવાળી સ્ત્રીઓ સાથે અને વક્રીય શરીરવાળી સ્ત્રીઓ સાથે મન-વચન અને કાયાથી સેવન કરવું, કરાવવું અને સેવન કરતા હોય તેનું અનુમોદન કરવા રુપે ભેદ ગણીએ તો કુલ ૧૮ ભેદ થાય છે. પ્ર.૫૯૪ અબ્રહ્મચર્ય આશ્રવ કોને કહેવાય ? ઉ.પ૯૪ એ અઢાર પ્રકારના અબ્રહ્મચર્યના ભેદમાંથી કોઇપણ એક ભેદનું સેવન કરવું, તેને અબ્રહ્મચર્ય આશ્રવ કહેવાય છે. પ્ર.૫૯૫ પરિગ્રહ કેટલા પ્રકારનો કહ્યો છે ? ઉ.૫૯૫ પરિગ્રહ નવ પ્રકારનો કહેલો છે. તે આ પ્રમાણે (૧) ધન-પેસા વગેરે, (૨) ધાન્ય-અનાજ વગેરે, (૩) સોનું, (૪) રૂપું, (૫) ક્ષેત્ર, (૬) વાસ્તુ, (૭) વાસણ, (૮) દ્વિપદ (દાસ-દાસી વગેરે) અને (૯) ચતુષ્પદ ગાય ભેંસ વગેરે જનાવરા આ નવ પ્રકારનો સંગ્રહ કરવો અને તેના પ્રત્યે મમત્વ ભાવ રાખવો તે પરિગ્રહ કહેવાય છે. પ્ર.૫૯૬ પરિગ્રહ અવ્રત આશ્રવ ક્યારે કહેવાય ? Page 58 of 106 Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉ.૫૯૬ ઉપર કહેલા નવે પ્રકારના પરિગ્રહમાંથી કોઇપણ પરિગ્રહ પ્રત્યે મમત્વ ભાવ રાખવો અને તે પરિગ્રહને મન, વચન, કાયાથી કરવા રૂપે અને અનુમોદવા રૂપે જે સંગ્રહ કરવો તે પરિગ્રહ અવ્રત આશ્રવ કહેવાય છે. પ્ર.૫૯૭ યોગ કેટલા પ્રકારના છે ? કયાં કયાં ? ઉ.૫૯૭ યોગ ત્રણ પ્રકારના છે. (૧) મન યોગ, (૨) વચન યોગ, (૩) કામ યોગ. પ્ર.૫૯૮ મન યોગ આશ્રવ ક્યારે કહેવાય ? ઉ.૫૯૮ મનથી શુભ અથવા અશુભનું જે ચિંતન કરવું, સારા યા ખરાબ વિચારો કરવા તે વિચારો મનયોગના આશ્રવ કહેવાય છે. પ્ર.૫૯૯ વચન યોગ આશ્રવ કોને કહેવાય ? ઉ.૫૯૯ વચન દ્વારા શુભ અથવા અશુભ અર્થાત સારા શબ્દો કે ખરાબ શબ્દો જે બોલવા તે બધાય વચન આશ્રવ કહેવાય છે. ન બોલતા હોય તો પણ બોલવા માટે તૈયાર કરેલા શબ્દો તે પણ વચન આશ્રવ કહેવાય છે. પ્ર.૬૦૦ કાય યોગ આશ્રવ કોને કહેવાય ? ઉ.૬૦૦ કાય યોગ આશ્રવ કાયાથી સારી યા ખરાબ જે કોઇ પ્રવૃત્તિ થાય તે સઘળી પ્રવૃત્તિ એ કાયયોગ આશ્રવ કહેવાય છે. પ્ર૬૦૧ મનયોગનો આશ્રવ કેટલા ગુણઠાણા સુધી હોય છે? ઉ.૬૦૧ ભાવ મનયોગ આશ્રવ બારમા ગુણઠાણા સુધી હોય છે અને દ્રવ્ય મનયોગ આશ્રવ તેરમા ગુણઠાણાના અંત સુધી હોય છે. પ્ર.૬૦૨ વચનયોગ કયા ગુણઠાણા સુધી હોય છે ? ઉ.૬૦૨ વચન યોગના ચાર ભેદોમાંથી અમુક ભેદો બારમાં ગુણઠાણા સુધી હોય છે અને અમુક ભેદો તેરમાં ગુણઠાણા સુધી પણ હોય છે. પ્ર.૬૦૩ કાયયોગ કયા ગુણઠાણા સુધી હોય છે ? ઉ.૬૦૩ કાયયોગ પણ તેરમા ગુણઠાણાના અંત સુધી હોય છે. ચૌદમે ગુણઠાણે યોગ હોતો નથી માટે યોગનો આશ્રવ તેરમાં ગુણઠાણા સુધી માન્યો છે. હવે પચ્ચીસ ક્રિયાઓનું વર્ણન કરાય છે. काइअ अहिगरणिआ, पाउसिया पारितावणी किरिया પાવાયા રમ3, પરિહિંયા માયાવતીય IIRશા मिच्छा-दंसण-वत्ती, अपचकखाणीय दिट्टि पुठ्ठी पाडुच्यिा सामंतो, वणीअ नेसत्थि साहत्थी ।।२३।। आणवणि विआरणिआ, अणभोगा अणवकंख पच्यइआ, अन्नापओग समुदाण, पिज्ज दोसेरियावहिआ ||२४|| ભાવાર્થ :- કાયકી, અધિકરણકો, પ્રાદ્વેષીકી, પારિતાપનીકી, પ્રાણાતિપાતિકી, આરંભીકી, પારિગ્રહીકી, માયાપ્રત્યયીકી, મિથ્યાદર્શન પ્રત્યયીકી, અપ્રત્યાખ્યાનીકી, દ્રષ્ટિકી, સ્મૃષ્ટિકી, માહિત્યકી, સામંતોપનિપાતિકી, નેસૃષ્ટિકી, સ્વહસ્તકી, આજ્ઞાપનિકી, વેદારિણીકી, આભોગીકી, અનાભોગીકી, અનવકાંક્ષા પ્રત્યયિકી, પ્રાયોગીકી, સામુદાયીકી, પ્રેમીકી ક્રિયા, દ્વેષીકી ક્રિયા અને પચ્ચીશમી ઇર્યાપથિકી Page 59 of 106 Page #60 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા. આ પચ્ચીશ ક્રિયાઓ પણ આશ્રવ કહેવાય છે. હવે આ દરેક ક્રિયાઓનું વર્ણન કરાય છે. પ્ર.૬૦૪ કાયિકી ક્રિયા કેટલા પ્રકારની છે ? કઇ કઇ ? ઉ૬૦૪ કાયિકી ક્રિયા બે પ્રકારની કહેલી છે. (૧) સાવધ અનુપરત ક્રિયા અને (૨) દુપ્રયુક્ત ક્રિયા એમ બે પ્રકારની છે. પ્ર.૬૦૫ સાવધ અનુપરત ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૦૫ મિથ્યાદ્રષ્ટિ જીવોની અને અવિરતિ સમ્મદ્રષ્ટિ જીવોની જે કાયાથી વ્યાપાદિની ક્રિયાઓ, ચેષ્ટાઓ થાય તે સાવધ અનુપરત કાયિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૦૬ દુષ્પયુક્ત કાયિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૦૬ અશુભ યોગવાળા જીવોને ઇષ્ટ વસ્તુમાં રતિ અને અનિષ્ટ ચીજોમાં અરતિ થાય છે અને અશુભ મનના વિચારોથી મોક્ષ માર્ગ તરફ દુવ્યવસ્થિત ચિત્ત થાય તે દુપ્રયુક્ત ક્રિયા કહેવાય છે. પ્ર.૬૦૭ અધીકરણીકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૦૭ જેના વડે આત્મા દુર્ગતિનો અધિકારી થાય (જે ક્રિયાઓ દ્વારા) તે અધિકરણીકી ક્રિયા કહેવાય છે. પ્ર૬૦૮ અધિકરણીકી ક્યિા કેટલા પ્રકારની છે? કઇ કઇ? ઉ.૬૦૮ અધિકરણીકી ક્રિયા બે પ્રકારની છે. (૧) સંયોજનાધિકરણીકી ક્રિયા (૨) નિવર્સનાધિકરણીકી ક્રિયા. પ્ર.૬૦૯ સંયોજનાધિકરણીકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૦૯ પહેલા તેયાર કરેલા હથીઆરોને પરસ્પર જોડીને નવા તૈયાર કરવા તે સંયોજનાધિકરણી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૧૦ નિવર્સનાધિકરણીકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૧૦ નવા શસ્ત્રાદિ બનાવવા તલવાર-ચપ્પ ઇત્યાદિ તે નિવર્સનાધિકરણીકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૧૧ પ્રાàષિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૧૧ ક્રોધાદિથી ઉત્પન્ન થયેલો જે દ્વેષ તે પ્રાષિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૧૨ પ્રાàષિકી ક્રિયા કેટલા પ્રકારની છે ? કઇ કઇ ? ઉ.૬૧૨ પ્રાàષિકી ક્રિયા બે પ્રકારની છે. (૧) જીવ પ્રાàષિકી, (૨) અજીવ પ્રાષિકી. પ્ર.૬૧૩ જીવ અને અજીવ પ્રાપ્લેષિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૧૩ જીવ ઉપર દ્વેષ ભાવ રાખવાથી તે જીવ પ્રાષિકી ક્રિયા કહેવાય છે. પોતાની પીડા કરનારા અજીવ પદાર્થો પ્રત્યે દ્વેષ રાખવો તે અજીવ કાઢેષિક ક્રિયા કહેવાય છે. પ્ર.૬૧૪ પારિતાપનિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૧૪ તાડના તર્જનાદિથી કોઇને સંતાપ ઉપજાવવો તે પારિતાપનિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૧૫ પારિતાપનિકી ક્રિયા કેટલા પ્રકારની છે ? ઉ.૬૧૫ પારિતાપનિકી ક્રિયા બે પ્રકારની છે. (૧) સ્વ હસ્ત પારિતાપનિકી ક્રિયા અને (૨) પરદસ્ત પારિતાપનિકી ક્રિયા. પ્ર.૬૧૬ સ્વ હસ્ત પારિતાપનિકી ક્રિયા કોને કહેવાય ? Page 60 of 106 Page #61 -------------------------------------------------------------------------- ________________ ઉ.૬૧૬ ઇષ્ટ વસ્તુનો વિયોગ થવાથી પોતાના હાથે પોતાનું માથુ ફોડવું અથવા પોતાના હાથે બીજા જીવને સંતાપ પમાડવો તે સ્વ હરિકી પારિતાપનિકી ક્યિા કહેવાય છે. પ્ર.૬૧૭ પરહસ્તિકી પારિતાપનિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૧૭ બીજાના હાથે ઇષ્ટ વસ્તુનો વિયોગ થયો હોય તો બીજાની પાસે સજા કરાવવી તે અથવા પોતાની તાકાત ન હોય તો બીજા જીવો પાસે બીજાને સંતાપ પેદા કરાવવો તે પરહસ્તિકી પારિતાપનિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૧૮ પ્રાણાતિપાતિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૧૮ કોઇપણ જીવના પ્રાણનો નાશ કરવો તે પ્રાણાતિપાતિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૧૯ પ્રાણાતિપાતિકી ક્રિયા કેટલા પ્રકારની છે ? કઇ કઇ ? ઉ.૬૧૯ પ્રાણાતિપાતિકી ક્રિયા બે પ્રકારની છે. (૧) સ્વ હસ્તિકી (૨) પર હસ્તિકી. પોતાના પ્રાણનો નાશ કરવો અને બીજા જીવોના પ્રાણોનો નાશ કરવો તે બન્ને કહેવાય છે. પ્ર.૬૨૦ આરંભિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૨૦ કોઇપણ પ્રકારની પ્રવૃત્તિ કરવી તે આરંભિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૨૧ આરંભિકી ક્રિયા કેટલા પ્રકારની છે ? કઇ કઇ ? ઉ.૬૨૧ આરંભિકી ક્રિયા બે પ્રકારની છે. (૧) જીવના ઘાત કરવા સ્વરૂપ જીવ આરંભિકી, (૨) અજીવના બનાવેલ ચિત્રો વગેરે ાડવા સ્વરૂપ (જીવના ચિત્રો) અજીવ આરંભિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૨૨ પરિગ્રહી કી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૨૨ કોઇપણ ચીજ ઉપર મમત્વ ભાવ રાખવો તે પરિગ્રહીકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૨૩ પરિગ્રહી કી ક્રિયા કેટલા પ્રકારની છે ? ઉ.૬૨૩ પરિગ્રહીકી ક્રિયા બે પ્રકારની છે. (૧) જીવપરિગ્રહીકી, (૨) અજીવપરિગ્રહીકી. પ્ર.૬૨૪ જીવપરિગ્રહીકી કોને કહેવાય ? ઉ.૬૨૪ ધાન્ય, ઢોર, દાસ, દાસી વગેરેનો સંગ્રહ કરવો તેના પ્રત્યે મમત્વ ભાવ રાખવો તે જીવ પરિગ્રહીની ક્રિયા કહેવાય. પ્ર.૬૨૫ અજીવ પરિગ્રહીકી કોને કહેવાય ? ઉ.૬૨૫ ધન-આભૂષણ, વસ્ત્ર, પાત્ર ઇત્યાદિ અજીવ પદાર્થોનો સંગ્રહ કરવો, તેના પ્રત્યે મમત્વ ભાવા રાખવો તે અજીવ પરિગ્રહીકી કહેવાય. પ્ર.૬૨૬ માયા પ્રત્યયીકી કોને કહેવાય ? ઉ.૬ર૬ છળકપટ આદિથી ઉત્પન્ન થયેલી તે માયા પ્રત્યયીકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૨૭ માયા પ્રત્યયીકી કેટલા પ્રકારની છે ? કઇ કઇ ? ઉ.૬ર૭ માયા પ્રત્યયીકી ક્રિયા બે પ્રકારની છે. (૧) આત્મ ભાવ વંચન માયા પ્રત્યયીકી અને (૨) પરભાવ વંચન માયા પ્રત્યયીકી ક્રિયા. પ્ર૬ર૭૧ આત્મભાવ વંચન ક્રિયા કોને કહેવાય ? ઉ૬ર૭૧ જીવ પોતે પોતાના આત્માને ઠગે અને તેને માટે કપટ કરે તે આત્મભાવ વંચન કહેવાય. પ્ર.૬૨૮ પરભાવ વંચન ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૨૮ બીજા જીવોની જુઠી સાક્ષી પૂરવી, ખોટા લેખ લખવા ઇત્યાદિ પરભાવ વંચન માયા Page 61 of 106 Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યયીકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૨૯ મિથ્યાદર્શન પ્રત્યયીકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૨૯ જગતમાં રહેલા પદાર્થોને જે હેય છે તેને હેય રૂપે, જે શેય છે તેને શેય રૂપે અને જે ઉપાદેય છે તેને ઉપાદેય રૂપે ન માનવા દેવા અર્થાત હેયને ઉપાદેય રૂપે મનાવે અને ઉપાદેય પદાર્થોને હેય રૂપે મનાવે તેનું નામ મિથ્યાદર્શન પ્રત્યયીકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૩૦ અપ્રત્યાખ્યાનીકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૩૦ જગતમાં રહેલા જીવ અને અજીવ આદિ સઘળાંય પદાર્થો તે પદાર્થો પ્રત્યે સ્વાભાવિક જીવનો. રાગ હોય છે. જ્યાં સુધી તેનું પ્રત્યાખ્યાન ન થાય તે અપ્રત્યાખ્યાનીકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૩૧ દ્રષ્ટિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૩૧ જીવ અને અજીવ પદાર્થોને રાગાદિથી દેખતાં જે લાગે તે દ્રષ્ટિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૩૨ પૃષ્ટિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૩૨ જીવ અને અજીવ પદાર્થોનો રાગાદિકથી સ્પર્શ કરવો તે સૃષ્ટિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૩૩ પ્રાહિત્યકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૩૩ અન્યને આશ્રયીને જે રાગાદિ પરિણામ પેદા થાય તે માહિત્યકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૩૪ પ્રાતિયકી ક્રિયા કેટલા પ્રકારની છે ? ઉ.૬૩૪ પ્રાહિત્યકી ક્રિયા બે પ્રકારની છે. (૧) જીવપ્રાતિયકી, (૨) અજીવ પ્રાહિત્યકી. પ્ર.૬૩૫ જીવ માહિત્યકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૩૫ બીજાના નિમિત્તથી આપણને રાગાદિના પરિણામ પેદા થાય તે જીવ માહિત્યકી કહેવાય. પ્ર.૬૩૬ અજીવ પ્રાતિત્યકી કોને કહેવાય ? ઉ.૬૩૬ અજીવ પદાર્થ ખંભાદિના નિમિત્તથી રાગદ્વેષ પેદા થાય તે અજીવ પ્રાતિત્યકી કહેવાય. પ્ર.૬૩૭ સામંતોપનિપાતીકી ક્રિયા કોને કહેવાય? ઉ.૬૩૭ ચારે બાજુથી લોક આવીને ભેગા થાય તેવી ક્રિયા તે સામંતોપનિપાતીકી કહેવાય છે. પ્ર.૬૩૮ સામંતોપનિપાતિકી ક્રિયા કેટલા પ્રકારની છે ? કઇ કઇ ? ઉ.૬૩૮ સામંતોપનિપાતિકી ક્રિયા બે પ્રકારની છે. (૧) જીવ સામેતોપનિપાતિકી અને (૨) અજીવ સામંતોપનિપાતીકી ક્રિયા. પ્ર.૬૩૯ જીવ સામંતોપનિપાતીકી કોને કહેવાય ? ઉ.૬૩૯ કોઇ મનુષ્ય બળદ, આખલો, હાથી, ઘોડો વગેરે વેચવા માટે લાવેલો હોય, તેને જોવા માટે ઘણા લોકો ભેગા થાય, તેમાં થોડા તેની પ્રશંસા કરતા હોય તો માલીક ખુશ થાય, કોઇક જીવો તેમાં ખોડ-ખાંપણ કાઢતા હોય તો માલિક નારાજ થાય તે જીવ સામંતોપનિપાતીકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૪૦ અજીવ સામંતોપનિપાતીકી કોને કહેવાય ? ઉ.૬૪૦ એજ રીતે કોઇ મનુષ્ય અજીવ પદાર્થો સારામાં સારા બનાવીને વેચવા માટે આવ્યો હોય તેને જોવા માટે ઘણા જીવો ભેગા થાય તેમાં ઘણાને સુંદર લાગે, ઘણા નારાજ થાય, તેનાથી માલિકને રાગદ્વેષ પેદા થાય તે અજીવ સામંતોપનિપાતીકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૪૧ નૈસૃષ્ટિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૪૧ નિસર્જન કરવું, ક્વું, તેનાથી ઉત્પન્ન થયેલી ક્રિયા તે નૈસૃષ્ટિકી ક્રિયા કહેવા છે. જેમકે Page 62 of 106 Page #63 -------------------------------------------------------------------------- ________________ કૂવામાંથી પાણી ખાલી કરીને બહાર કાઢવું તે જીવ નૈસૃષ્ટિકી ક્રિયા કહેવાય છે અને ધનુષ્યમાંથી બાણ કાઢવું તે અજીવ નૈસૃષ્ટિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૪૨ સ્વહસ્તિકી ક્રિયા કોને કહેવાય ? છે. ઉ.૬૪૨ પોતાના હાથે જ જીવોનો ઘાત કરવો તે સ્વહસ્તિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૪૩ આજ્ઞાપનિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૪૩ જીવોને આજ્ઞા કરવાથી-હુકમ કરવાથી જે ક્રિયા લાગે તે આજ્ઞાપનિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૪૪ વૈદારણિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૪૪ જીવ અથવા અજીવ પદાર્થોને ભિન્ન કરવાથી જે ક્રિયા લાગે તે વૈદારણિકી ક્રિયા કહેવાય પ્ર.૬૪૫ અનાભોગિકી ક્રિયા કોને કહેવાય ? ૩.૬૪૫ ઉપયોગ રહિત લેવા મૂકવા આદિની જે ક્રિયા કરવી તે અનાૌગિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૪૬ અનવકાંક્ષા પ્રત્યયિકી ક્રિયા કોને કહેવાય છે ? ઉ.૬૪૬ પોતાના અથવા પરના હિતની આકાંક્ષા રહિત જે ક્રિયા કરાય એટલે કે આ લોકમાં ચોરી કરવી, પરસ્ત્રીગમન ઇત્યાદિ અને પરલોકમાં શું થશે તે ચિંતા વિના જે ક્રિયા થાય તે અનવકાંક્ષાકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૪૭ પ્રાયોગિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૪૭ મન, વચન અને કાયાનો જે શુભ વ્યાપાર અથવા અશુભ વ્યાપાર રૂપ જે ક્રિયા થાય તે પ્રાયોગિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૪૮ સમાદાન ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૪૮ જે ક્રિયા વડે આઠેય કર્મો સમુદાયપણાએ બંધાય તે સમાદાન ક્રિયા કહેવાય છે. આ ક્રિયાનું બીજું નામ સામુદાયિકી ક્રિયા પણ કહેવાય છે. કારણ કે સમુદાયપણાએ જે કર્મ બંધાય તે સમુદાયિકી કહેવાય છે. પ્ર.૬૪૯ પ્રેમિકી ક્રિયા કોને કહેવાય ? ૩.૬૪૯ જીવ અથવા અજીવ પદાર્થો ઉપર પ્રેમ કરવાથી અને બીજા જીવોને પ્રેમ પેદા થાય (ઉત્પન્ન થાય) એવા વચનો બોલવા તેને પ્રેમિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૫૦ ઇર્યાપથિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૫૦ કાયયોગ દ્વારા એટલે કે આવવા જવાનો માર્ગ (ગમનાગમન આદિ ચેષ્ટા રૂપ) જે ક્રિયા તે ઇર્યાપથિકી ક્રિયા કહેવાય છે. આ ક્રિયા એક યોગ જ જેને હોય છે તેવા જીવોને હોય છે. એટલે કે ૧૧-૧૨-૧૩મા ગુણઠાણે રહેલા જીવોને પ્રદાનપણે આ ક્રિયા લાગુ પડે છે. આ રીતે આશ્રવ તત્ત્વનું વર્ણન સમાપ્ત થયું. હવે સંવર તત્ત્વનું વર્ણન કરાય છે. समिइ गुति परिसह, जइ धम्मो भावणा चरिताणि पणति दुवीस दस बार पंचभेओहिं सगवन्ना ||२५|| ભાવાર્થ :- સંવર તત્વના ૫૭ ભેદો થાય છે.પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ પ્રકારનો યતિ ધર્મ, બાર પ્રકારની ભાવના, પાંચ પ્રકારના ચારિત્રો, બાવીસ પ્રકારના પરિષહો એમ કુલ૫૭ ભેદો થાય છે. Page 63 of 106 Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૬૫૧ સંવર તત્ત્વના કેટલા ભેદો કહ્યા છે ? ઉ.૬૫૧ સંવર તત્ત્વના પ૭ ભેદો કહેલા છે. પાંચ પ્રકારની સમિતિ, ત્રણ પ્રકારની ગુપ્તિ, બાવીસ પ્રકારના પરિષહો, દશ પ્રકારનો યતિધર્મ, બાર પ્રકારની ભાવનાઓ અને પાંચ પ્રકારના ચારિત્રો એટલે કે પ+૩+૨૨+૧૦+૧૨+૫. આ રીતે સંવર તત્ત્વના પ૭ ભેદો કહેલા છે. તેનું વિશેષ વર્ણન કરાય છે. પ્ર.૬૫ર સમિતિ કોને કહેવાય ? ઉ.૬૫૨ સમ્યક્ પ્રકારે ઉપયોગ પૂર્વક) પ્રવૃત્તિ કરવી તે સમિતિ કહેવાય છે. પ્ર.૬૫૩ ગુપ્તિ કોને કહેવાય ? ઉ.૬૫૩ મન-વચન-કાયાનો અશુભ વ્યાપાર, તેને રોકવા તેનું નામ ગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૫૪ પરિષહ કોને કહેવાય ? ઉ.૬૫૪ આત્મિક સુખ પ્રગટ કરવા માટે જે કાંઇ કષ્ટ આવે તે સઘળાંય સારી રીતે સહન કરવાં તેનું નામ પરિષહ કહેવાય છે. પ્ર.૬૫૫ યતિ ધર્મ કોન કહેવાય ? ઉ.૬૫૫ મોક્ષ માર્ગમાં પ્રયત્ન કરવા રૂપ જે ધર્મ તે યતિ ધર્મ કહેવાય છે. પ્ર.૬૫૬ ચારિત્ર કોને કહેવાય ? ઉ.૬૫૬ આત્મામાં રહેલા આઠ કર્મના સમુદાયને જે ખાલી કરે તેનું નામ ચારિત્ર. इरिया-भासे-सणा-दाणे, उच्चारे समिइसु अ, मणगुत्ती वयगुत्ती, कायगुती तहेवय ||२६|| ભાવાર્થ :- ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમત્તનિકખેવણા સમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ, મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ એમ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૫૭ પાંચ પ્રકારની સમિતિઓ કઇ કઇ છે ? ઉ.૬૫૭ ઇર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાનભંડમત્તનિકખેવણા સમિતિ અને પારિષ્ઠાપનિકા સમિતિ. પ્ર.૬૫૮ ઇર્ષા સમિતિ કોને કહેવાય ? ઉ.૬૫૮ જ્યારે ચાલવું હોય ત્યારે જયણાપૂર્વક ચાલવું સાડા ત્રણ હાથ (યુગ માત્ર) નીચે જોઇને ચાલવું કારણ કે કોઇપણ સજીવ પદાર્થ અને ત્રસ જીવો મરી ન જાય તેની કાળજી રાખવી તે ઇર્ષા સમિતિ કહેવાય છે. પ્ર.૬૫૯ ભાષા સમિતિ કોને કહેવાય ? ઉ.૬૫૯ બોલતી વખતે ઉપયોગ પૂર્વક સત્ય અને હિતકારી વચન બોલવું તે ભાષા સમિતિ કહેવાય પ્ર.૬૬૦ એષણા સમિતિ કોને કહેવાય ? ઉ.૬૬૦ શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે ૪૨ દોષ રહિત આહારપાણી વહોરી લાવવા તે એષણા સમિતિ કહેવાય છે. પ્ર.૬૬૧ આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ કોને કહેવાય ? ઉ.૬૬૧ કોઇપણ ચીજ લેવી મુકવી હોય તો લેતા ચીજ જોવી, તેને પૂંજવી અને જ્યાં મૂકવાની હોય Page 64 of 106 Page #65 -------------------------------------------------------------------------- ________________ તે જગ્યા, ચીજ પુંજી પ્રમાર્જીને પછીથી લેવી મુકવી તે આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ કહેવાય છે. પ્ર.૬૬૨ પારિષ્ઠાપનિકા સમિતિ કોને કહેવાય ? ઉ.૬૬૨ - કોઇપણ ચીજ પરઠવવી હોય તો પરઠવતાં પહેલા જ્યાં પરઠવવાનું હોય તે જગ્યા જોઇ પુંજી પ્રમાર્જીને પછીથી તે ચીજ પરઠવવી તે પારિષ્ઠાપનિકા સમિતિ કહેવાય છે. પ્ર.૬૬૩ ત્રણ ગુપ્તિ કઇ કઇ છે ? ૩.૬૬૩ ત્રણ ગુપ્તિઓના નામ આ પ્રમાણે છે ? મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આ ત્રણ ગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૬૪ મનગુપ્તિ કોને કહેવાય ? ઉ.૬૬૪ મનને સાવધ માર્ગમાંથી દૂર કરીને નિરવધ માર્ગમાં જોડવું એટલે સાવધ ક્રિયાના વિચારો દૂર કરીને નિરવધ વિચારો કરવા તે મનગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૬૫ મનગુપ્તિ કેટલા પ્રકારની છે ? કઇ કઇ ? ઉ.૬૬૫ મનગુપ્તિ ત્રણ પ્રકારની કહેલો છે. (૧) અકુશલ નિવૃત્તિરૂપ, (૨) કુશલપ્રવૃત્તિ રૂપ અને (૩) યોગ નિરોધ રૂપ મનગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૬૬ અકુશલ નિવૃત્તિરૂપ મનગુપ્તિ કોને કહેવાય ? ઉ.૬૬૬ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન રૂપ વિચારો તે વિચારોનો ત્યાગ કરવો તે અકુશલ નિવૃત્તિ રૂપ મનગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૬૬ અકુશલ નિવૃત્તિ રૂપ મનગુપ્તિ કયા ગુણસ્થાનકમાં પ્રાપ્ત થાય છે ? ૩.૬૬૭ અકુશલ નિવૃત્તિરૂપ મનગુપ્તિ પહેલા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય, ચોથા ગુણસ્થાનકે પણ પ્રાપ્ત થાય, પાંચમા ગુણસ્થાનકે પણ પ્રાપ્ત થાય અને આગળના ગુણસ્થાનકમાં નિયમા પ્રાપ્ત થાય છે. પ્ર.૬૬૮ કુશલ પ્રવૃત્તિરૂપ મનગુપ્તિ કોને કહેવાય ? ૩.૬૬૮ ધર્મધ્યાન અને શુકલ ધ્યાનના વિચારોમાં મનને પ્રવર્તાવવું તે કુશલ પ્રવૃત્તિરૂપ મનગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૬૯-કુશલ પ્રવૃત્તિરૂપ મનગુપ્તિ કેટલા ગુણઠાણામાં હોય છે ? ૩.૬૬૯ કુશલ પ્રવૃત્તિરૂપ મનગુપ્તિ બારમા ગુણસ્થાનક સુધી હોય છે. પ્ર.૬૭૦ યોગનિરોધરૂપ મનગુપ્તિ કોને કહેવાય ? ઉ.૬૭૦ મનના વ્યાપારને કુશળ કે અકુશળ સઘળી પ્રવૃત્તિ નિવૃત્તિથી રોકાણ કરવું તે યોગનિરોધ રૂપ મનગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૭૧ યોગનિરોધ રૂપ મનગુપ્તિ કયા ગુણઠાણે હોય છે ? ઉ.૬૭૧ યોગનિરોધરૂપ મનગુપ્તિ એક ૧૪મા ગુણસ્થાનકમાંજ પ્રાપ્ત થાય છે. પ્ર.૬૭૨ વચનગુપ્તિ કોને કહેવાય ? ઉ.૬૭૨ સાવધ વચનનો ત્યાગ કરો બોલવું હોય ત્યારે હિતકારી અને નિરવધ વચન બોલવું તે વચનગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૭૩ વચનગુપ્તિ કેટલા પ્રકારની છે ? કઇ કઇ ? ઉ.૬૭૩ વચનગુપ્તિ બે પ્રકારની છે.(૧) મૌનાવલંબિની અને વાંગનિયમિની વચનગુપ્તિ. પ્ર.૬૭૪ મૌનાવલંબિની વચનગુપ્તિ કોને કહેવાય ? Page 65 of 106 Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉ.૬૭૪ ભૂસંજ્ઞા, શિરકંપન, હસ્તચાલન વગેરે સંજ્ઞાઓનો ત્યાગ કરી મૌનપણાને અંગીકાર કરવો તે મૌનાવલંબિની વચનગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૭૫ વાંગનિયમિની વચનગુપ્તિ કોને કહેવાય ? ઉ.૬૭૫ વાંચના પૃચ્છનાદિ વખતે બોલવું હોય તો ઉપયોગ પૂર્વક જયણાપૂર્વક બોલવું તે વાંગનિયમિની વચનગુપ્તિ કહેવાય. પ્ર.૬૭૬ ભાષા સમિતિ અને વચનગુપ્તિમાં શો તાવત છે ? ૩.૬૭૬ વચનગુપ્તિ સર્વથા વચન નિરોધરૂપ અને નિરવધ વચન બોલવારૂપ એમ બે પ્રકારની છે. જ્યારે ભાષાસમિતિ નિરવધ વચન બોલવારૂપ છે. પ્ર.૬૭૭ કાયગુપ્તિ કોને કહેવાય ? ઉ.૬૭૭ કાયાની પ્રવૃત્તિને સાવધ યોગમાંથી રોકીને નિરવધ યોગમાં પ્રવર્તાવવી તે કાયગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૭૮ કાયગુપ્તિ કેટલા પ્રકારની છે ? કઇ કઇ ? ૩.૬૭૮ કાયગુપ્તિ બે પ્રકારની છે.(૧) ચેષ્ટા નિવૃત્તિરૂપ અને યથા સૂત્ર ચેષ્ટા નિયમિનિ કાયગુપ્તિ. પ્ર.૬૭૯ ચેષ્ટા નિવૃત્તિરૂપ કાયગુપ્તિ કોને કહેવાય ? ઉ.૬૭૯ ઉપસર્ગાદિ થવા છતાં પણ કાયાને જરાય ચલાયમાન ન કરવી તે અને કેવલી ભગવંતો ચૌદમા ગુણઠાણે યોગ નિરોધ કરે છે, તે ચેષ્ટા નિવૃત્તિરૂપ કાયગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૮૦ યથાસૂત્ર ચેષ્ટા નિયમિનિ કાયગુપ્તિ કોને કહેવાય ? ૩.૬૮૦ શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે કાયાનુંચલન, ગમનાગમનાદિ કરવું તે યથાસૂત્ર ચેષ્ટા નિયમિનિ કાયગુતિ કહેવાય છે. દુહા પિવાસા સિ હં હંસા ઘેલા-ર-સ્થિો, चरिआ निसीहिया सिज्जा अक्कोस वह जायणा ||२७|| ઊલામ રોન તળ ાસા, મન સવાર પરિસહા, પન્ના ઊન્નાળ સન્માં, ફ્ય બાવીસ પરિસહા ।।૨૮।। ભાવાર્થ :- ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંસ, અચેલક, અરતિ, સ્ત્રી, ચર્યા, નૈષધિકી, શય્યા, આક્રોશ, વધ, યાચના, આલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને સમ્યક્ત્વ પરિષહ. આ પ્રમાણે બાવીસ પરિષહો જાણવા. પ્ર.૬૮૧ ક્ષુધા પરિષહ કોને કહેવાય ? ૩.૬૮૧ ભૂખ લાગે ત્યારે બેંતાલીશ દોષ રહિત ભિક્ષા લાવીને વાપરવી પણ દોષિત ભિક્ષા ન વાપરવી પણ મનમાં વિચારે કે મળે તો સંયમપુષ્ટિને ન મળે તો તપમાં વૃદ્ધિ થશે. પણ ખિન્ન મનવાળો ન થાય તે ક્ષુધા પરિષહ જીત્યો કહેવાય છે. પ્ર.૬૮૨ તૃષા પરિષહ કોને કહેવાય ? ܗ ઉ.૬૮૨ ગમે તેટલી જોરમાં તરસ લાગી હોય તો પણ પાણી દોષ રહિત મળે તો વાપરે અને દોષ રહિત પાણી ન મળે તો સચિત્ત (કાચુ) પાણીની પણ ઇચ્છા ન કરે અને મનમાં વિચાર કરે કે આ એક જીવને બચાવવા માટે એક બિંદુમાં રહેલા અસંખ્યાતા જીવોને મારે શા માટે હણવા ? એમ વિચારી સારી રીતે મનને સ્વસ્થ રાખે તે તૃષા પરિષહ જીત્યો કહેવાય છે. Page 66 of 106 Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૬૮૩ શીત પરિષહ કોને કહેવાય ? ઉ.૬૮૩ કોઇવાર વધારે ઠંડી પડે તો સારી રીતે સહન કરે પરંતુ અગ્નિથી તાપણું કરું કે વધારે કામળીઓ, કામળા મળે તો સારું તેમ ન ઇરછે અને ભગવાનના માર્ગમાં મનને સ્થિર રાખે તે શીત પરિષદ કહેવાય છે. પ્ર.૬૮૪ ઉષ્ણ પરિષહ કોને કહેવાય ? ઉ.૬૮૪ ઉનાળાના વખતમાં (ગ્રીખ હતુના કાળમાં) ગમે તેટલી ગરમી પડતી હોય તો પણ તે ગરમીને સારી રીતે સહન કરવી પરન્તુ તેનાથી બચવા શીત ઉપચારો એક પણ સેવવા નહિ તેમજ મનમાં તે સેવવાનો વિચાર પણ ન કરવો તે ઉષ્ણ પરિષહ કહેવાય. પ્ર.૬૮૫ દંસ પરિષહ કોને કહેવાય ? ઉ.૬૮૫ કાયા ઉપર ડાંસ, મચ્છર, માખી વગેરેએ શરીર ઉપર પીડા ઉપજાવો હોય તો પણ તે સારી રીતે સહન કરે. શક્તિ હોય તો તે જીવોને શરીર ઉપરથી ઉડાડે પણ નહિ અને તે જીવોનું અશુભ પણ ચિંતવે નહિ તે દંસ પરિષહ કહેવાય છે. પ્ર.૬૮૬ અચેલક પરિષહ કોને કહેવાય ? ઉ.૬૮૬ સારા વસ્ત્રો ન મળ્યા હોય અને જીર્ણ પ્રાયઃ વસ્ત્ર હોય તો પણ સારા વસ્ત્રોની ઇરછા ન કરવી અને મારી પાસે આવા વસ્ત્રો છે એમ દીનતા પણ ન કરવી તે અચેલક પરિષહ કહેવાય છે. પ્ર.૬૮૭ અરતિ પરિષહ કોને કહેવાય ? ઉ.૬૮૭ સંયમ માર્ગમાં વિચરતા કોઇપણ પ્રતિકૂળ પદાર્થો મળે તો પણ તેમાં અરૂચિ પેદા ન થાય અને તેથી મનમાં જરાય ખરાબ વિચારો પેદા ન થાય તે અરતિ પરિગ્રહ કહેવાય છે. પ્ર.૬૮૮ સ્ત્રી પરિષહ કોને કહેવાય ? ઉ.૬૮૮ વિષય સેવનની ઇરછાની માગણી કરવા છતાં પણ સંયમી આધીન ન થાય તે સ્ત્રી પરિષહ કહેવાય છે. આ પરિષહ જ્યારે આવી પડે ત્યારે સારી રીતે વેઠવાનો છે. પ્ર.૬૮૯ ચર્યા પરિષહ કોને કહેવાય ? ઉ.૬૮૯ ગૃહસ્થાદિકની સાથે રાગનો પ્રતિબંધ રાખ્યા વિના જિનેશ્વર ભગવંતોની આજ્ઞા પ્રમાણે એક ગામથી બીજા ગામ વિહાર કરવો પરંતુ એક નિયત સ્થાને સ્થિરવાસ ન કરવો તે ચર્યા પરિષદ કહેવાય છે. પ્ર.૬૯૦ નૈષેલિકી પરિષહ કોને કહેવાય ? ઉ.૬૯૦ સ્મશાનોમાં-ખાલી મકાનોમાં અને જંગલમાં વૃક્ષની નીચે જઇને કાયોત્સર્ગ કરવો અને ત્યાં તું પણ મનમાં જરાય બીજા વિચારો ન લાવવા દેવા તે નૈષેલિકી પરિષહ કહેવાય. પ્ર.૬૯૧ શય્યા પરિષહ કોને કહેવાય ? ઉ.૬૯૧ કોઇપણ સ્થાને વિચરતાં જમીન ખાડા-ટેરફાવાળી, ઉંચી નીચી બેસવા માટે કે સૂવા માટે મલે તો પણ મનમાં બીજા વિચારો ન આવે પણ ભગવાનનો આજ્ઞાનું સારીરીતે પાલન થાય છે એ રીતે રહે અને સારી શય્યાની ઇચ્છા ન કરે તે શય્યા પરિષહ કહેવાય છે. પ્ર.૬૯૨ આક્રોશ પરિષહ કોને કહેવાય ? ઉ.૬૯૨ કોઇપણ ગુસ્સો કરે, તાડન કરે, તર્જના કરે તો પણ તેની સામે ગુસ્સો ન કરવો પણ મનમાં વિચારવું કે મારા અશુભનો ઉદય છે તે કારણથી બિચારાને ગુસ્સો આવે છે. તેના પ્રત્યે દયાભાવ રાખવો તે Page 67 of 106 Page #68 -------------------------------------------------------------------------- ________________ આક્રોશ પરિષહને જીત્યો કહેવાય. પ્ર.૬૯૩ વધ પરિષહ કોને કહેવાય ? ઉ.૬૯૩ કોઇપણ જીવ પોતાનો વધ કરે તો તેના પ્રત્યે દુર્ભાવ રાખ્યા વિના સારી રીતે સહન કરવો અને મનમાં ચિંતવવું કે મને મારતો નથી કારણ કે હું તો અખંડ છું. ઇત્યાદિ સારી ભાવનામાં રહેવું તે વધા પરિષહ કહેવાય છે. પ્ર.૬૯૪ યાચના પરિષહ કોને કહેવાય ? ઉ.૬૯૪ રાજા-મહારાજાએ દીક્ષા લીધી હોય ત્યાર પછી ભીક્ષા લેવા જવા માટે શરમ આવતી હોય અને કોઇની પાસે માંગવાનું મન ન થતું હોય તો તે ન ચાલે કારણ કે સાધુપણામાં કોઇપણ નાનામાં નાની ચીજ જોઇતી હોય તો માગીને લાવવાની શાસ્ત્ર કહી છે, તે રીતે લાવે અને મનમાં જરાય અશુભ ભાવ ના ચિંતવે તે યાચના પરિષહ કહેવાય છે. પ્ર.૬૯૫ અલાભ પરિષહ કોને કહેવાય ? ઉ.૬૯૫ યાચના કરવા છતાં પણ કોઇપણ ચીજની પ્રાપ્તિ ન થાય તો મનમાં ઉદ્વેગ પેદા ન કરવો અને ગૃહસ્થો ખરાબ છે એમ પણ ન ચિંતવવું પરંતુ મારો લાભાંતરાય કર્મનો ઉદય છે, એમ વિચારી પાછા આવવું તે અલાભ પરિષહ કહેવાય. પ્ર.૬૯૬ રોગ પરિષહ કોને કહેવાય ? ઉ.૬૯૬ સંયમ લીધા પછી ગમે તેટલા રોગો શરીરમાં ઉત્પન્ન થાય અને સમાધિ રહેતી હોય તો દવાની પણ ઇચ્છા ન કરે પણ મારા અશુભ કર્મનો ઉદય છે, તે ભોગવાઇ જાય છે એમ વિચારવું તે રોગપરિષહ કહેવાય છે. પ્ર.૬૯૭ વ્રણ સ્પર્શ પરિષહ કોને કહેવાય ? ઉ.૬૯૭ ઘાસના સંથારા પર સૂવું પડે અને તેની અણીઓ વાગે તો પણ સારી રીતે સહન કરે પણ મનમાં અશુભ વિચારો ન કરે અને પૂર્વે ભોગવેલી શય્યાની ઇચ્છા ન કરે તે તૃણ સ્પર્શ પરિષહ કહેવાય છે. પ્ર.૬૯૮ મલ પરિષહ કોને કહેવાય ? ઉ.૬૯૮ શરીર ઉપર મેલ ગમે તેટલો ચોંટી જાય અને વસ્ત્રો મેલા થાય તો તે દેખીને દુર્ગધ ઉત્પન્ન ના થાય અને તેને દૂર કરવા માટે સ્નાનાદિની ઇરછા પણ ન કરે તે મલ પરિષહ જીત્યો કહેવાય છે. મનમાં વિચાર કરે કે આ શરીર એક દિવસ બળીને રાખ થઇ જવાનું છે અને તે શરીર મારું નથી ઇત્યાદિ વિચારો કરવી. પ્ર.૬૯૯ સત્કાર પરિષહ કોને કહેવાય ? ઉ.૬૯૯ કોઇ માન-સત્કાર કરે તો તેનાથી રાજી ન થાય અને ગર્વ પેદા ન કરે અને શરીરને પણ શોભા વગેરે ન કરે તે સત્કાર પરિષહ કહેવાય છે. પ્ર.૭૦૦ પ્રજ્ઞા પરિષહ કોને કહેવાય ? ઉ.૭૦૦ હું ઘણું ભણેલો છું. મારા જેવો કોઇ નથી ઇત્યાદિ જ્ઞાનનો ગર્વ ન કરવો પણ મનમાં વિચારવું કે મહાપુરૂષો થઇ ગયા તેમની આગળ હું એક બિંદુ સમાન છું ઇત્યાદિ વિચારો કરવા પણ અભિમાન જ્ઞાનનું ન કરવું તે પ્રજ્ઞા પરિષહ કહેવાય છે. પ્ર.૭૦૧ અજ્ઞાન પરિષહ કોને કહેવાય ? ઉ.૭૦૧ અજ્ઞાનતા હોવાથી ખેદ ન કરવો પણ મારો જ્ઞાનાવરણીય કર્મનો ઉદય જોરદાર છે એમ Page 68 of 106 Page #69 -------------------------------------------------------------------------- ________________ વિચારી યથાશક્તિ જ્ઞાન ભણવાનો ઉદ્યમ કરવો તે અજ્ઞાન પરિષહ કહેવાય છે. પ્ર.૭૦૨ સમ્યકત્વ પરિષહ કોને કહેવાય ? ઉ.૭૦૨ ભગવાનના માર્ગમાંથી ચલાયમાન કરવા માટે ગમે તેટલા ઉપસર્ગો આવે તો પણ જરાય ચલાયમાન ન થાય, પરંતુ વિચાર કરે કે સર્વજ્ઞ ભગવાને કહેલો જે ધર્મ છે તેજ સત્ય છે એમ વિચારી જરાય ખોટું આચરણ ન કરે તે સભ્યત્વ પરિષહ કહેવાય છે. __खंतीमद्दव अज्जव मुत्ती तव संजमे अ बोधब्वे सच्चं ओझं आकिंचणंच बंभंच जइ धम्मो ||२९|| ભાવાર્થ :- ક્ષમા, માર્દવ, આર્જવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિંચશ્ય અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારનો યતિ ધર્મ છે. પ્ર.૭૦૩ ક્ષમા ધર્મ કોને કહેવાય ? ઉ.૭૦૩ કોઇપણ વ્યક્તિ ગમે તેટલો ગુસ્સો કરે, ગાળો દે, ખરાબ બોલે તો પણ જરાય ક્રોધ ન કરે તે ક્ષમા કહેવાય છે. પ્ર.૭૦૪ ક્ષમા કેટલા પ્રકારની છે ? ઉ.૭૦૪ ક્ષમા ધર્મ પાંચ પ્રકારે કહ્યા છે. (૧) ઉપકાર ક્ષમા, (૨) અપકાર ક્ષમા, (૩) વિપાક ક્ષમા, (૪) વચન ક્ષમા, (૫) ધર્મ માં. પ્ર.૭૦૫ ઉપકાર ક્ષમા કોને કહેવાય ? ઉ.૭૦૫ કોઇએ આપણું ખરાબ કર્યું હોય અને તે ભવિષ્યમાં મારો ઉપકારી છે એમ લાગે અને તે જાણ્યા પછી તેના પ્રત્યે ક્રોધ ન કરે તે ઉપકાર ક્ષમા કહેવાય છે. આ ક્ષમા આત્મીક ગુણ પેદા કરનારી હોતી નથી પણ સ્વાર્થ માટે હોય છે માટે ગુણકારી કહેવાતી નથી, પ્ર.૭૦૬ અપકાર ક્ષમા કોને કહેવાય ? ઉ.૭૦૬ કોઇ ગુસ્સો કરે અથવા કાંઇપણ બગાડે તે વખતે ગુસ્સો કરતાં પહેલા વિચાર કરે કે જો અત્યારે ગુસ્સો કરીશ તો તે મારું બગાડશે અને તે બળવાન લાગે એમ જાણીને ક્ષમાને ધારણ કરે તે અપકાર ક્ષમા કહેવાય છે. આ ક્ષમાં પણ આત્મીક ગુણ પેદા કરનાર ન હોવાથી અને સ્વાર્થવૃત્તિવાળી હોવાથી લાભદાયક નથી પણ સંસાર વધારનારી છે. પ્ર.૭૦૭ વિપાક ક્ષમા કોને કહેવાય ? ઉ.૭૦૭ કોઇ કાંઇ બગાડે અથવા ગુસ્સો કરે ત્યારે વિચાર કરે કે જો હું ગુસ્સો કરીશ તો મારા કર્મ વધી જશે એમ માનીને ક્ષમાને ધારણ કરે, સહનશીલતા રાખે તે વિપાક ક્ષમા કહેવાય છે. આ ક્ષમા કર્મનો વિપાક ખરાબ છે એમ જાણીને ધારણ કરતો હોવાથી તે આત્મીક ગુણ પેદા કરવામાં સહાયભૂત થતી. હોવાથી ધર્મરૂપ કહેવાય છે. પ્ર.૭૦૮ વચન ક્ષમા કોને કહેવાય ? ઉ.૭૦૮ ગમે તે ગુસ્સો કરે અને કોઇ ગમે તેટલું બગાડે અને કોઇ તે વખતે જણાવે કે ભગવાને ગુસ્સો કરવાની ના પાડી છે અને કોઇનું બગાડવાની ના પાડી છે એ વચન સાંભળીને ક્ષમાને ધારણ કર તે વચન ક્ષમા કહેવાય છે. આ ક્ષમા ધારણ કરવાથી પણ કાંઇ આત્મીક ગુણ પેદા થાય છે. માટે તે ધર્મરૂપ ગણાય છે. પ્ર.૭૦૯ ધર્મ ક્ષમા કોને કહેવાય છે ? Page 69 of 106 Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉ.૭૦૯ કોઇ ગુસ્સો કરે ત્યારે જીવ વિચારે કે મારા આત્માનો ધર્મ જ ક્ષમા કરવાનો છે. સહનશીલતા રાખવાનો છે. એમ માનીને ક્ષમાને ધારણ કરે તે ધર્મ ક્ષમા કહેવાય છે. આ ક્ષમા સર્વશ્રેષ્ઠ છે અને ધર્મ માટે લાયક છે. પ્ર.૭૧૦ આર્જવ ધર્મ કોને કહેવાય ? ઉ.૭૧૦ મનમાં કોઇપણ જાતની નાનામાં નાની માયા ન રાખવી એટલે કપટ રહિત સરલ ભાવને ધારણ કરવો તે સરલ ભાવ પેદા થાય નહિ ત્યાં સુધી ખરો ધર્મ પેદા થતો નથી એમ જાણી સરળ ભાવ કેળવવા પ્રયત્ન કરવો તે આર્જવ ધર્મ કહેવાય છે. પ્ર.૭૧૧ માર્દવ ધર્મ કોને કહેવાય ? ઉ.૭૧૧ માર્દવ એટલે અભિમાનનો ત્યાગ કરવો એટલે નિરઅભિમાની બનવું. કોઇપણ આપણા ગમે તેટલા વખાણ કરે તો પણ તેમાં રાજી થઇને અભિમાન રાખવું નહિ અને પોતે પોતાની જાતે પોતાના વખાણ કરવા નહિ અને તે વખતે મનમાં વિચાર કરવો કે જો આ અભિમાન કરીશ તો માનકષાયની વૃદ્ધિ થશે તેના કારણે સંસારની વૃદ્ધિ થશે પણ મોક્ષ માર્ગ સધાશે નહિ એમ સારા વિચારો કરી નિરઅભીમાની બનવું તે માર્દવ ધર્મ કહેવાય છે. તે પામવાનો પુરુષાર્થ કરવો એ ઉત્તમ માર્ગ છે. પ્ર.૭૧૨ મુક્તિ ધર્મ કોને કહેવાય ? ઉ.૭૧૨ મુક્તિ એટલે નિર્લોભતા. કોઇપણ અનુકૂળ પદાર્થોની ઇચ્છા પણ ન કરવી અને ઇષ્ટ વસ્તુઓમાં તૃષ્ણા ન કરવી પણ સંતોષ ભાવ ધારણ કરવો અને તે વખતે મનમાં વિચાર કરવો કે આ પુગલો છે તે નિર્જીવ છે. તેના પ્રત્યેના રાગથી-લોભથી મારો આત્મા સંસાર વધારે છે, એમ માની ત્યાગ કરવો તે નિર્લોભતા કહેવાય છે. પ્ર.૭૧૩ તપ ધર્મ કોને કહેવાય ? ઉ.૭૧૩ તપ એટલે ઇચ્છા નિરોધ કરવો તે. ખાવાના કોઇપણ પદાર્થની અને કોઇ પણ ચીજ ભોગવવાની ઇચ્છા ન કરવી અને જે કોઇ ચીજની ઇચ્છા થાય અને શક્તિ હોય તથા સમાધિ રહી શક્તિ હોય તો તે ચોરનો ત્યાગ કરવો વધારે ઉત્તમ છે. એમ કરતા કરતા ઇરછા નિરોધ નામનો તપ પેદા થાય છે તે તપ ધર્મ કહેવાય છે. પ્ર.૭૧૪ સંયમ ધર્મ કોને કહેવાય ? ઉ.૭૧૪ આત્મીક ગુણ પેદા થાય એ હેતુથી ચારિત્રની યથાશક્તિ આરાધના કરવી તે સંયમ કહેવાય છે. તે સંયમ સત્તર પ્રકારનું કહેવું છે. પાંચ મહાવ્રતનું પાલન કરવું, પાંચ પ્રકારની ઇન્દ્રિયનો નિગ્રહ કરવો એટલે પોતપોતાના વિષયોમાં દોડતી ઇન્દ્રિયોને કાબુમાં રાખવી તે નિગ્રહ કહેવાય છે. ચારે પ્રકારોના કષાયોનો જય કરવો તે અને મન, વચન, કાયાના યોગો અને અશુભ વ્યાપારોનો ત્યાગ કરી શુભ વ્યાપારમાં જોડવા તે. એમ કુલ સત્તર પ્રકારનો સંયમ કહેવાય છે. પ્ર.૦૧૫ સત્ય ધર્મ કોને કહેવાય ? ઉ.9૧૫ પ્રિયવચન બોલવું, હિતકારી વચન બોલવું અને સાચું વચન બોલવું તે સત્ય ધર્મ કહેવાય. પ્ર.૭૧૬ શૌચ ધર્મ કોને કહેવાય ? ઉ.૭૧૬ શૌચ એટલે પવિત્રતાને ધારણ કરવી તે શોચ ધર્મ કહેવાય છે. પ્ર.૭૧૭ શાચ ધર્મ કેટલા પ્રકારનો છે ? Page 70 of 106 Page #71 -------------------------------------------------------------------------- ________________ ઉ.૭૧૭ શોચ ધર્મ બે પ્રકારનો છે. (૧) દ્રવ્ય શોચ ધર્મ અને (૨) ભાવ શોચ ધર્મ. પ્ર.૭૧૮ દ્રવ્ય શૌચ ધર્મ કોને કહેવાય ? ઉ.૭૧૮ શરીરને સ્વચ્છ રાખવું અને શૃંગારાદિ કરવા તે દ્રવ્ય શોચ છે આ દ્રવ્ય શોચથી સંસાર વધે છે માટે તે નકામો છે. પ્ર.૭૧૯ ભાવ શૌચ ધર્મ કોને કહેવાય ? ઉ.૭૧૯ ખરાબ વિચારો ન કરવા પણ શુભ અધ્યવસાયો કરવા અર્થાત્ અધ્યવસાયની પરિણતી. શુભ રાખવી તે ભાવ શૌચ કહેવાય છે. આજ શોચ ધર્મ કામનો છે. પ્ર.૭૨૦ આકિંચણ્ય ધર્મ કોને કહેવાય ? ઉ.૩૨૦ કોઇપણ જાતનો પરિગ્રહ ન રાખવો તે. પ્ર.૭૨૧ બ્રહ્મચર્ય ધર્મ કોને કહેવાય ? ઉ.૭ર૧ વિષય વાસનાનો સર્વથા ત્યાગ કરવો અને આત્મ ભાવમાં રમણતા રાખવી તે બ્રહ્મચર્ય ધર્મ કહેવાય છે. આ દશ પ્રકારનો યતિધર્મ કહેવાય છે. पढम-मणिच्च-मसरणं, संसारो ओ गयाय अन्नतं, असुइत्तं आसव, संवरोय तह णिज्जरा नवमी ||३०|| लोग सहावो बोही, दुलहा धम्मस्स साहगा अरिहा, ओ आओ भावणाओ, भावे अव्वा पयत्तेणं ।।३१।। ભાવાર્થ - બાર ભાવનાઓનું વર્ણન કરાય છે. (૧) અનિત્ય ભાવના, (૨) અસરણ ભાવના, (3) સંસાર ભાવના, (૪) એકત્વ ભાવના, (૫) અન્યત્વ ભાવના, (૬) અશુચિ ભાવના, (૭) આશ્રવ ભાવના, (૮) સંવર ભાવના, ૯૯) નિર્જરા ભાવના, (૧૦) લોકસ્વભાવ ભાવના, (૧૧) બોધિદુર્લભ ભાવના અને (૧૨) ધર્મના સાધક અરિહંત દુર્લભ છે એવી ભાવના. આ બારેય ભાવનાઓ હંમેશા પ્રયત્નપૂર્વક ભાવવી જોઇએ એટલે કે રોજ આ ભાવનાઓનો વિચાર કરી ચિંતન કરવું જોઇએ. હવે બાર ભાવનાઓનું વર્ણના કરાય છે. પ્ર.૭૨૨ અનિત્ય ભાવના કોને કહેવાય ? ઉ.૭૨૨ જીવ પોતે આ સંસાર મારૂં સ્વરૂપ છે, એમ માની બેઠો છે પણ આ સંસાર મારૂં સ્વરૂપ નથી. પણ વિરૂપ છે એટલે સંસાર અસાર છે. એમ સમજાવવા માટે અહીંયા મળેલી જેટલી ચીજો છે જેમકે ધન, કુટુંબ, ઘર, પેઢી અને સંસારમાં અનુકુળતા સચવાઇ રહે તેવા પદાર્થો તે બધી સામગ્રી અનિત્ય છે, કારણ કે તે સામગ્રી ક્યારે ચાલી જાય અગર ક્યારે નાશ પામે તે કદી કહી શકાય તેમ નથી એમ વિચાર કરવો. આત્મા તો તે સામગ્રી જવાની જ નથી એમ માનીને બેઠેલો છે, તે ખોટું છે. માટે આ બધી સામગ્રી અસ્થિર છે. સ્થિર રહેવાવાળી નથી કારણ કે રાજાઓ ભીખારી થયા, શેઠીયા ભીખારી થયા તે નજરે દેખાય છે. ઇત્યાદિ વિચાર કરી તે સામગ્રીની રોજ અસ્થિરતા-અનિત્યતાનો વિચાર કરવો તે અનિત્ય ભાવના કહેવાય છે. પ્ર.૭૨૩ અશરણ ભાવના કોને કહેવાય ? ઉ.૭૨૩ આત્મા પોતે માને છે કે આ સંસારમાં, બંગલો, બગીચો, મોટર, ગાડી, ધન, કુટુંબ, પરિવાર વગેરે દુ:ખ આવે ત્યારે અને મરણ વખતે શરણ આપનાર છે. મારું રક્ષણ કરનાર છે. પરંતુ આત્માને ખબર નથી કે તે કોઇપણ ચીજ રક્ષણ કરતું જ નથી કારણ કે રાજા-મહારાજાઓ-ચક્રવર્તીઓ. Page 71 of 106 Page #72 -------------------------------------------------------------------------- ________________ અને મોટા શહેનશાહો બધા મૂકે મૂકીને ચાલ્યા ગયા. અરે વર્તમાનમાં પ્રત્યક્ષ દેખાય એવી ચીજ છે કે મોટામાં મોટો શેઠીયો હોય, ઘરમાં ખાવા-પીવાની બધી સામગ્રી સારામાં સારી હોય પરંતુ ભાઇને કેન્સર થઇ જાય તો તે ખાઇ શકતો નથી, પી શકતો નથી અને સગી બાયડી, સગો દીકરો કોઇ દુઃખમાં સહાય કરતા નથી અને બીજા ખાય પીએ તે જોઇને રીસાય છે અને અંતે મરણને શરણ થવું પડે છે. પણ આમાનું કોઇ શરણ કે રક્ષણ કરતું નથી ઇત્યાદિ વિચારણા કરવી તે અશરણ ભાવના કહેવાય છે. પ્ર.૭૨૪ સંસાર ભાવના કોને કહેવાય ? ઉ.૭૨૪ આ સંસાર ચારગતિરૂપ છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ, નરકગતિ. આ ચારગતિરૂપ હોવાથી જીવો આ ચારેય ગતિમાં ભટક્યા કરે છે. તેમાં કોઇવાર પુરૂષ હોય તે સ્ત્રી થાય, સ્ત્રી હોય તે નપુંસક થાય, મનુષ્ય હોય તે નારકી થાય, નારકી હોય તે તિર્યંચ યા મનુષ્ય થાય, દેવ હોય તે એકેન્દ્રિય એટલે પૃથ્વીપણાએ, પણ થાય, તિર્યંચો મરીને કાં તો મનુષ્ય થાય, નારકી થાય, દેવ થાય યા તિર્યંચ પણ થાય. એવી રીતે આ ભવમાં માતા હોય તે મરીને સ્ત્રી થાય એટલે પત્ની થાય, પુત્ર થાય, પુત્રી. થાય, બાપ મરીને દીકરો થાય, દીકરો બાપ થાય, આવી રીતે સંસારમાં ભટકતાં ભટકતાં જીવોને ઘણા સંબંધો પેદા થાય છે અને આ રીતે અનંતી વાર જન્મ મરણ કરે છે. માટે આ સંસાર અસાર છે, જન્મા મરણનું દુ:ખ મહા ભયંકર છે, એમ વિચારવું તે સંસાર ભાવના. પ્ર.૭૨૫ એકત્વ ભાવના કોને કહેવાય ? ઉ.૭૨૫ આ સંસારમાં આત્મા એકલો આવે છે અને એકલો જ જાય છે. અહીંયા આવ્યા પછી મહા મહેનત કરીને મેળવેલી બધી ચીજો અહિંયા જ રહી જાય છે. પરંતુ આત્માની સાથે, જતી વખતે કોઇ ચીજ આવતી નથી માત્ર જતી વખતે આત્માની સાથે ત્રણ જ ચીજો આવે છે. (૧) આ બધી ચીજો માટે કરેલા જેટલા પાપ કર્યો હોય તે પાપ કર્મો સાથે આવે છે. (૨) કોઇવાર થયેલું પુણ્ય હોય તેના કારણે બંધાયેલા સારા કર્મો એટલે પુણ્ય કર્મ સાથે આવે છે અને (૩) જો સારી રીતે મોક્ષના હેતથી નાનામાં નાનો ધર્મ કર્યો હોય તેનાથી જોરદાર સંસ્કાર પડી ગયા હોય તો તે સંસ્કાર પણ સાથે આવે છે બાકી આ દુનિયાની કોઇપણ સારામાં સારી ચીજ કે જેઓ પ્રત્યે રાગ કરીને આત્મા મરી જાય છે અને માને છે કે આ મારી સાથે આવશે તે કાંઇ આવતી નથી એમ વિચારવું તે એકત્વ ભાવના કહેવાય છે. પ્ર.૭૨૬ અન્યત્વ ભાવના કોને કહેવાય ? ઉ.૭૨૬ ધન, કુટુંબ, પરિવાર વગેરે અન્ય છે, તેમ આ શરીર પણ મારાથી અન્ય છે એટલે શરીર એ હું નથી. શરીર જડ છે અને હું આત્મા છું, તે સચેતન છે. જ્યાં સુધી આ શરીરમાં તે આત્મા રહેલો છે ત્યાં સુધી આ શરીર ક્રિયાઓ કરે છે, પરંતુ આત્મા પોતે પોતાની ચિંતા કરતો નથી અને શરીરને જ હું માનીને ચોવીસે કલાક આ જડ એવા શરીરની ચિંતા કર્યા કરે છે. પરંતુ હું શરીરથી અને હું મારા ધર્મો અન્ય છે. શરીરના ધર્મો અને છે. હું અનંત જ્ઞાનાદિમય એવો આત્મા છું. માટે મારું અનંતજ્ઞાન કેમ પ્રગટ થાય ઇત્યાદિ વિચાર કરવો અને શરીરની ચિંતા કરી તેને પોષવા માટેના જેટલા સાધનો મેળવવા અને શરીરને પોષવું તે બધું અન્ય છે. અહીં રહેવાનું છે અને તે શરીર બળીને રાખ થવાનું છે. ઇત્યાદિ ચિંતવવું તે અન્યત્વ ભાવના કહેવાય છે. પ્ર.૭૨૭ અશુચિ ભાવનામાં શું વિચાર કરવો ? ઉ.૭૨૭ આ મેળેલું મનુષ્યનું જે શરીર તેના પ્રત્યે રાગ થાય છે. તેને પોષવાનું મન થાય છે અને Page 72 of 106 Page #73 -------------------------------------------------------------------------- ________________ ચોવીસે કલાક તેની ચિંતા રહ્યા કરે છે. તે અસાર છે અને ઘણું ખરાબ છે તે જણાવવા માટે ભાવવાની છે. આ શરીર સાત ધાતુઓનું બનેલું છે. તે શરીરમાં લોહી, માંસ, મેદ, હાડકા, મજ્જા અને શુક્ર વગરે ઘણા. ઘણા પ્રમાણમાં ભરેલું છે અને તે શરીરના અમુક અમુક દ્વારોમાંથી વહ્યા કરે છે. જો આ શરીર ઉપર ચામડીનું પડ છે, તે પડ જો ન હોય તો શરીર જોવું ગમે ખરૂં ? જેમ રસ્તા ઉપરની ગટરો ખુલ્લી હોય અને તેમાંથી દુર્ગધ નીકળતી હોય તો ત્યાંથી જવું પણ ગમતું નથી અને જોવું પણ ગમતું નથી. તેવી રીતે આ શરીરના અશુચિ પદાર્થો એટલા બધા દુર્ગધવાળા છે કે તે જોવા પણ ગમતા નથી. ગટર કરતાં પણ શરીર ખરાબ છે અને આ શરીર અહીંયા માના પેટમાં ઉત્પન્ન થયું છે. જે વખતે ઉત્પન્ન થયું અને બહાર આવ્યું ત્યારે કોમળ હતું. પછી કોમળતા નાશ પામતી ગઇ અને અંતે કરચોળી વાળું થઇ જાય છે અને લોકોને જોવું પણ ગમતું નથી. એવી દશા થાય છે અને છેલ્લે તે જ શરીરની રાખ થાય છે. તો આવા ભયંકર શરીર ઉપર હે જીવ તને શા માટે રાગ થાય છે. અને તે રાગ કરીને ફોગટ સંસારની વૃદ્ધિ શા માટે કરે છે. માટે આ શરીર મલ્યું છે અને જો શક્તિ હોય તો એ શરીર પાસેથી એવું કામ લેવું કે જેનાથી આ ભવમાં મોક્ષ મલવાનો નથી પરંતુ મોક્ષ માર્ગ મળ્યો છે તો મોક્ષને કેમ નજીક બનાવું એમ લક્ષ્યમાં રાખીને યથાશક્તિ ધર્મની આરાધના કરવી એ જ ઉત્તમ કામ છે આવો વિચાર અશુચિ ભાવનામાં કરવાનો હોય છે. પ્ર.૭૨૮ આશ્રવ ભાવના કાને કહેવાય ? ઉ.૭૨૮ આ મારો આત્મા અનાદિ કાળથી કર્મના સંયોગવાળો છે, તેના કારણથી રાગ અને દ્વેષવાળો છે, તે મલીનતાના કારણે મારું પોતાનું સ્વરૂપ પ્રગટ થયું નથી અને તે પ્રગટ ન થવા દેવામાં આશ્રવને કારણે કર્મનું આવવું ચાલુ જ છે. માટે હું આશ્રવોથી લેપાયેલો છું. હું મુખ્યતયા એ ચાર પ્રકારના આશ્રવોથી લેપાયેલો છું, જે કર્મના બાંધવાના મુખ્ય ચાર હેતુઓ કહેવાય છે. (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) કષાય, (૪) યોગ. મન, વચન અને કાયાના યોગથી સંસારી એવા મારા જીવની સતત પ્રવૃત્તિ રહ્યા કરે છે તે પ્રવૃત્તિ અનુકુળ થાય તો આનંદ થાય છે, અને પ્રતિકુળ થાય તો દ્વેષ પેદા થાય છે. તેના કારણે અનુકુળ પ્રવૃત્તિઓ વધારે ને વધારે કરવાનું મન થયા કરે છે. અને પ્રતિકુળ પ્રવૃત્તિઓ ન થાય તેની કાળજી રખાય છે. એટલે લોભ નામનો કષાય જીવંત રહે છે. અને તે અનુકુળ પ્રવૃત્તિઓમાં સફળતા. મલતી જ જાય અને પ્રતિકુળતા ન આવતી હોય તો આનંદ પેદા થાય છે તે માન, અને તેની આડે કોઇપણ આવે તો તેને દૂર કરવાની શક્તિ તે ક્રોધ, અને તે પ્રવૃત્તિઓ કેમ સારી રીતે પાર પડે તે માટે કપટ રમાય છે તે માયા. એમ સતત જીવ આવી પ્રવૃત્તિઓવાળો હોય છે. તેમાં અનુકૂળતા મળતી જ જતી હોય તો તેમાં આનંદ પેદા થાય, મજા આવે તેની ઇચ્છા થાય, પ્રતિકુળતા આવી જાય તો તેને દૂર કરવાનું મન થાય, શક્તિ હોય તો તેને દૂર કરે, તેના પ્રત્યે દુઃખ પેદા થાય. માટે સુખ પર રાગ અને દુઃખ ઉપર દ્વેષ થયા જ કરે તે રુપ અવિરતિ સાથે ને સાથે જ રહે છે. અને આ ત્રણેય સારી રીતે આગળ વધે તેમાં સહી કરનાર એટલે કે તે પ્રવૃત્તિ સાચી જ છે, કોઇ ગમે તેટલું સમજાવો તો પણ આ સિવાય બીજી વાત ન રૂચે એટલે બીજી વાત રૂચવા ન દે તે રુપ મિથ્યાત્વ છે. આ ચારેય જીવંત હોય છે. તેનાથી કર્મનું આવવું જ ચાલુ છે. આના કારણે આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપ કરી શકતો નથી. આ ને આ પ્રવૃત્તિ ચાલુ રહે ત્યાં સુધી કદી શુદ્ધ સ્વરૂપ પ્રગટ થવાનું નથી એવી રીતની વિચારણા કરવી તે આશ્રવ ભાવના કહેવાય છે. પ્ર.૭૨૯ સંવર ભાવના કોને કહેવાય ? ઉ.૭૨૯ આશ્રવ ભાવનાથી થતી જે પ્રવૃત્તિ છે, તે ખરાબ લગાડવા માટે વિચાર કરવાનો છે કે જીવે પોતાનું શુદ્ધ સ્વરૂપ પેદા કરવું હોય તો આવતા કમના રોકાણ માટે ઉપયોગ પૂર્વક સારી પ્રવૃત્તિઓ કરવી Page 73 of 106 Page #74 -------------------------------------------------------------------------- ________________ પડશે. મન, વચન અને કાયાને કાબુમાં રાખવા પડશે. એટલે તે પોત પોતાના વિષયોમાં દોડતા હોય તેને રોકીને આત્મિક ગુણો પેદા કરવા માટેની પ્રવૃત્તિમાં જોડવા જોઇએ. તે પેદા કરવા માટે જેટલા કષ્ટો આવે તે બધા કષ્ટોને સારો રીતે વેઠવા જોઇએ કારણકે સંસારમાં સુખ એટલે અનુકુળતા મેળવવા માટે અમારા જીવ. ઉપર જેટલા પ્રકારના કષ્ટો અથવા દુઃખો આવે છે તે સારી રીતે વેઠાય છે અને તે કષ્ટ કે દુ:ખ લાગતા નથી પણ મજા આવે છે કારણકે અનુકુળતા મળવાની છે તેની પુરી ખાત્રી હોય છે. તેમ આ આત્મિક ગુણો પેદા કરવા માટે જેટલા કષ્ટો અગર દુ:ખો આવે તો એવી જ રીતે અથવા તેથી સારા ભાવમાં રહીને મારે વેઠવા જોઇએ તોજ મારા આત્મિક ગુણો પેદા થાય એમ વિચાર કરી યથાશક્તિ પ્રયત્ન કરવો જોઇએ અને તેના કારણે કષાયો ઉ રાખવો જોઇએ અને યથાશક્તિ ધર્મની પ્રવૃત્તિ વ્રત પચ્ચખાણ વગેરે રવા જોઇએ. એમ કરતા કરતા આ મારા આત્મામાં આવતા નવા કર્મો રોકાઇ જાય અને હું એક દિવસ પરમાત્મા જેવો શુદ્ધ થઇ જાઉં એમ રોજ વિચાર કરવો તે સંવર ભાવના કહેવાય છે. પ્ર.૭૩૦ નિર્જરા ભાવના કોને કહેવાય ? ઉ.૭૩ સંવર ભાવના કરવાથી આત્મામાં આવતા કર્મો તા રોકાય પણ જુના પડેલા જે કર્મો એટલે આત્મામાં રહેલા જે જુના કર્મો છે તેને દૂર કરવા માટે આ નવમી નિર્જરા ભાવનાનો રોજ વિચાર કરવાનો છે, તે આવી રીતે. આ સંસારમાં રહેલા મારા આત્માને આહાર સંજ્ઞા અનાદિ કાળથી વળગેલી છે તેના કારણથી ખાવાની ઇચ્છાવાળો જ હોય છે. શાસ્ત્ર બાર પ્રકારનો તપ કહ્યો છે, તેમાં મુખ્ય તો ઇચ્છાનો નિરોધ થવો એટલે કે કોઇ પણ સારા પદાર્થની ઇચ્છા થાય તે ઇચ્છાનો રોધ કરવો એટલે ઇચ્છા પેદા ન થવા દેવી, એવી રીતે આત્માને કેળવીએ અને એવી દશા પેદા થાય તો જ આત્મામાં રહેલા જૂના કર્મો નાશ. કી ઉપવાસ-આયંબીલ એકાસણા વગેરે તપ કરીએ પણ ખાવાની લાલસા વધતી જતી હોય અને તે ઇરછા મરતી ન હોય તો સમજવું કે આ તપથી મારા આત્મામાં રહેલા જુના કર્મો નાશ પામતા નથી પરંતુ કર્મથી વધારે ને વધારે હું ભારે થઇ રહ્યો છું, તો એ રીતે કર્મથી ભારે થવા માટે આ તપ કરવાનો નથી પરંતુ જુના કર્મોને નાશ કરવા માટે કરવાનો છે. એમ લક્ષમાં રાખી યથાશક્તિ કોઇ પણ સારામાં સારી ચીજ આવે તો રાગ ન થવા દેવો અને ખરાબ ચીજ આવે તો દ્વેષ ન થવા દેવો તે રીતે આહાર સંજ્ઞાને જીતવી તે જ નિર્જરા ભાવના કહેવાય છે. પ્ર.૭૩૧ લોક સ્વરૂપ ભાવના કેવી રોતે ભાવી શકાય ? ઉ.૭૩૧ આ ચૌદ રાજલોક રૂપ સંસાર છે. એ સંસારને કોઇએ બનાવ્યો નથી બનાવશે પણ નહિ. અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી રહેવાનો છે. શાશ્વતો છે અને આ ચૌદ રાજલોક છ દ્રવ્યથી ભરેલો છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાળા એ છ દ્રવ્ય છે. એ ચૌદ રાજલોકનો આકાર પગ પહોળા કરી કેડે હાથ દઇને ઉભેલો મનુષ્ય હોય તેના જેવા તેવા આકારવાળો છે. અને આખોય લોક ગોળાકારે રહેલો છે તે લોક ત્રણ વિભાગમાં રહેલો છે. (૧) અધોલોક, (૨) તિર્થાલોક અને (૩) ઉર્ધ્વલોક રૂપે છે. અધોલોક સાત રાજ પ્રમાણ છે. એક રાજ એટલે અસંખ્યાતા કોટાકોટી યોજન થાય છે. તે અધોલોકમાં સાત નારકીઓ છે. તેમાં નારકીના જીવો અસંખ્યાતા રહેલા છે, અને નિરંતર પ્રતિ સમય ભયંકર દુ:ખોનો અનુભવ કરી રહ્યા છે. સાત પૃથ્વીઓ છે. તેમાં અસંખ્યાતા પૃથ્વીકાયના જીવો છે. પ્રાયે કરીને તે પૃથ્વીકાય જીવો પણ અશુભ કર્મના ઉદયવાળા કહેવાય છે. તેમાં પહેલી પૃથ્વી એક રાજ પહોળી છે, બીજી પૃથ્વી બે રાજ પહોળી છે ત્રીજી પૃથ્વી ત્રણ રાજ પહોળી, ચોથી પૃથ્વી ચાર રાજ પહોળી અને પાંચમી પૃથ્વી પાંચ રાજ પહોળી, છઠ્ઠી પૃથ્વી છ રાજ પહોળી અને Page 74 of 106 Page #75 -------------------------------------------------------------------------- ________________ સાતમી પૃથ્વી સાત રાજ પહોળી છે. એ સાતેય પૃથ્વીઓ છત્રાથી છત્ર આકારે રહેલી છે. તેમાં જે પહેલી પૃથ્વી છે તે એકલાખ એંસી હજાર જોજન જાડી છે. બીજી પૃથ્વી ૧ લાખ ૭૦ હજાર જોજન જાડી છે. પહેલી પૃથ્વી એકલાખ ૮૦ હજાર યોજન જાડી છે. તેમાં પહેલી નારકીના ૧૩ પ્રતર છે. જે અહીંયા તેર માળનું મકાન હોય તે રીતે ત્યા પ્રતર ૧૩ છે. તે દરેક પ્રતરો અસંખ્યાતા કોટાકોટી યોજન પહોળા છે. તે ૧૩ ખતરોના. આંતરમાં દશ પ્રકારના ભવનપતિ દેવોના વિમાનો આવેલા છે. તે દશે પ્રકારના ભવનપતિ દેવોના વિમાનો પણ ઘણાં છે, તે પહોળા એક રાજ યોજન એવા લોકમાં રહેલા છે. એજ રત્નપ્રભા પૃથ્વીની જે જાડાઇ છે તેની ઉપરની એક હજાર યોજન જાડાઇ વચમાં વ્યંતર દેવોના નગરો આવેલા છે, તે પણ ઘણા છે. તેની ઉપરના એટલે કે રત્નપ્રભા પૃથ્વીના સો યોજન જાડાઇની વચમાં વાણવ્યંતર તિર્યંચ જંભક દેવોના નગરો આવેલા છે. આ બધા વ્યંતર જાતિના દેવો ક્રવા માટે જંબદ્વીપ વગેરે દ્વીપોમાં જાય છે. નિષ્ણાંલોકમાં અસંખ્યાતા દ્વીપો, અસંખ્યાતા સમુદ્રો આવેલા છે. તેની મધ્યમાં જંબુદ્વીપ નામનો દ્વીપ એક લાખ યોજના લાંબા-પહોળા વિસ્તારવાળો રહેલો છે. તેની મધ્યમાં મેરૂપર્વત એક લાખ યોજન ઉંચાઇવાળો છે. તેની નીચેના ભાગમાં એટલે કે સપાટી ઉપરની જે ભૂમિ તે સમભૂલા પૃથ્વી કહેવાય છે. તે પૃથ્વીથી ૯૦૦ યોજના નીચેના ભાગમાં અને ૯૦૦ યોજન ઉંચાઇમાં એમ કુલ ૧૮૦૦ યોજનવાળો તિષ્ણુલોક કહેવાય છે. જંબુદ્વીપ પછી લવણ સમુદ્ર રહેલો છે જે બે લાખ યોજનો છે. તેના પછી ધાતકી નામનો દ્વીપ આવેલો છે જે ચાર લાખ જોજન પહોળો છે. પછી પુસ્કરવર દ્વીપ આવેલો છે જે ૧૬ લાખ જોજન પહોળો છે જે પુષ્કર દ્વીપ છે તેનો અર્ધભાગ ગણત્રીમાં લઇએ તે અઢી દ્વીપ અને વચલા બે સમુદ્ર એટલા ભાગમાં મનુષ્યોનો જન્મ તથા મરણ થાય છે. તેની બહાર મનુષ્યો અવર જવર કરે છે. પરંતુ તેઓનું મરણ અને જન્મ થતો નથી. તે પુકરદ્વીપ પછી ડબલ યોજનનો એક સમુદ્ર તેના ડબલ યોજનનો એક દ્વીપ એ રીતે ડબલ ડબલ યોજન પ્રમાણવાળા દ્વીપો અને સમુદ્રો અસંખ્યાતા તિરસ્કૃલોકમાં રહેલા છે. મનુષ્ય લોકની બહારના દ્વીપ અને સમુદ્રોમાં અસંખ્યાતા તિર્યંચો રહેલા છે. અને ઘણા દેવતાઓના રમણીય સ્થાનો પણ છે. સૌથી છેલ્લો સમુદ્ર સ્વયભૂરમણ સમુદ્ર છે. જે અદ્ધરાજથી કાંઇક અધિક યોજન પહોળો છે. એટલે તિષ્ણુલોક મોટા ભાગે પાણીથી વધારે ભરેલો છે. તે છેલ્લા સમુદ્રમાં અસંખ્યાત જાતિના માછલાઓ રહેલા છે. પ્રાય: કરીને કહેવાય છે કે એક છાપરાના નળીયાના આકારને છોડીને તથા બંગડી જેવા ગોળ આકારને છોડીને બાકીના બધા આકારવાળા માછલાઆ રહેલા છે. જંબુદ્વીપ નામના દ્વીપમાં જે મધ્યમાં સમભૂતલા નામની પૃથ્વી છે, ત્યાંથી ૭૯૦ યોજન ઉંચાઇએ જઇએ અને મેરૂપર્વતથી પ્રાય: ૧૧૫ર યોજન દૂર લંબાઇએ જઇએ ત્યાં જ્યોતિષીના. વિમાનો શરૂ થાય છે. શરૂઆતમાં સૂર્ય છે, પછી ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ આવેલા છે. તે જ્યોતિષી. વિમાનો ૧૧૦ યોજન ઉંચાઇમાં રહેલા છે. અને તે મનુષ્યક્ષેત્રમાં તા રહેલા છે. મનુષ્ય ક્ષેત્રની બહારના ભાગમાં અસંખ્યાતા વિમાનો છે. જે બધા સ્થિર છે. અને આ બધા વિમાનો શાશ્વત છે. એ વિમાનોમાં અસંખ્યાતા દેવતાઓ રહેલા છે. જે જ્યોતિષી તરીકે ઓળખાય છે. એટલે તિર્થાલોકના ઉપલા અને નીચલા ભાગમાં દેવતાઓ રહેલા છે, જ્યારે મધ્યમાં મનુષ્યો અને તિર્યંચો રહેલા છે. આ રીતે તિરસ્કૃલોક રહેલો છે, ઉદ્ગલોક સાતરાજમાં કાંઇક ન્યૂન (૯૦૦) યોજના (ન્યૂન) જેટલો કહેલો છે. તે ઉર્ધ્વલોકમાં બાર દેવલોકનાં વિમાનો રહેલા છે. તેમાં પહેલા-બીજા દેવલોકની નીચે પહેલા ફીલ્મીષીયા દેવોના વિમાનો છે. જે દેવોને ચાંડાલ જાતિ નામકર્મ જેવી દેવગતિનો ઉદય હોય છે. એટલે તે જીવોને નીચકર્મો કરવા પડે છે. પહેલા-બીજા દેવલોકમાં દેવીઓ હોય છે. જે દેવીઓ બે પ્રકારની હોય છે. (૧) પરિગ્રહીતા અને (૨) અપરિગ્રહીતા (વેશ્યા જેવી) ત્યારબાદ બે દેવલોક ઉપર બીજા કીલ્મીષીયા દેવોના વિમાનો છે. તેના ઉપર Page 75 of 106 Page #76 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અને ચોથો દેવલોક છે. તે દેવોના વિમાનો આવેલા છે. તેના ઉપર ત્રીજા કીલ્મીષીયા દેવોના વિમાનો છે અને તેના ઉપર પાંચમો દેવલોક આવેલો છે. કેટલાક આચાર્યોના મતે પાંચમા દેવલોકનાં વિમાનની ઉપર ત્રીજા કાલ્બીપીયા દેવોના વિમાનો છે. તેના ઉપર છઠ્ઠા દેવલોકના દેવોના વિમાનો આવેલા છે. પાંચમા દેવલોકમાં દેવોના જે વિમાનો છે. તેમાં નવ લોકાંતિક દેવોના વિમાનો એક બાજુ આવેલા છે. પાંચમાં દેવલોકની પાસે ચોદરાજ લોકની આકૃતિ એટલે કે પહોળાઇ પાંચ રાજલોક પ્રમાણ છે. આ નવ લોકાંતિક દેવોના વિમાનોમાં રહેલા મુખ્ય જે ઇન્દ્રો છે તે નવે ઇન્દ્રો તીર્થંકરાદિ ભગવંતોના કલ્યાણકોના દિવસે ભગવાન પાસે આવે છે. અને ભગવાનની દીક્ષા લેવાનો સમય નજીક આવે તે ટાઇમ સૂચવવા માટે તે નવે ઇન્દ્રો આવીને તીર્થકર ભગવંતોને દીક્ષા માટેનું સુચન કરે છે. અર્થાત વિનંતી કરે છે અને તીર્થને પ્રર્વતાવો એમ જણાવે છે. પ્રાયઃ કરીને તે નવે ઇન્દ્રો એકાવતારી કહેવાય છે. છઠ્ઠા દેવલોકની ઉપર સામતો દેવલોક છે તેના ઉપર આઠમો દેવલોક આવેલો છે. આ આઠમા દેવલોક સુધી પંચેન્દ્રિય તિર્યંચો મરીને ઉત્પન્ન થઇ શકે છે. ત્યાર પછી આગળ નવમો અને દશમો દેવલોક આવેલો છે. તેના ઉપર અગ્યારમો અને બારમો દેવલોક આવેલો છે. તેના ઉપરાઉપર ક્રમસર નવગ્રેવેયકના વિમાનો આવેલા છે. જેની અંદર અભવ્ય જીવો. નિરતિચાર દ્રવ્ય ચારિત્રની ક્રિયા કરીને ઉત્પન્ન થઇ શકે છે અને આ ગ્રેવેયકના વિમાનો પછી પાંચ અનુત્તરના વિમાનો આવેલા છે. ત્યાં જે સમકીતી જીવો હોય તે ભાવ ચારિત્રની આરાધના કરીને મોક્ષમાં ના જવાના હોય તે જીવો આયુષ્ય બાંધીને ઉત્પન્ન થાય છે તે દેવતાઓ નિયમા સમકતી હોય છે. તે પાંચ અનુત્તરના વિમાનોમાં સૌથી વચમાં સર્વાર્થસિધ્ધ નામનું વિમાન છે. જે એકલાખ યોજન લાબું-પહોળું છે અને ત્યાં રહેલા બધા દેવતાઓ એકાવનારી હોય છે. તે વિમાનની ચારેય બાજુની ચાર દિશાઓમાં ક્રમસર વિજય, યંત, જયંત અને અપરાજિત નામના વિમાનો આવેલા છે. જે વિમાનો અસંખ્યાતા યોજન લાંબા પહોળા છે. તેની અંદર રહેલા દેવતાઓ બધાય એકાવનારી હોતા નથી. પરંતુ વધારેમાં વધારે સંસારમાં ૨૪ ભવો કરે છે તે ચોવીશ ભવો કરનારા જીવોની વિશેષતા એ છે કે જે અનુત્તરમાં જઇ આવે તે જીવોની નરક તિર્યંચગતિના દ્વારો બંધ થઇ જાય છે. અને તે જીવો ચોવીશ ભવો નિયમાં મનુષ્ય અને વૈમાનિક દેવલોકના જ કરે છે. બીજા નહિ. આ પાંચ અનુત્તરના વિમાનો પછી બાર યોજન ઉપર જઇએ ત્યારે સિધ્ધશીલા. નામની પૃથ્વી આવેલી છે. જે પૃથ્વી ટિક જેવી નિર્મલ છે. આ પૃથ્વી પર એક યોજન જઇએ ત્યારે સિધ્ધના જીવો આવેલા છે. તે સિધ્ધના જીવો પહોળાઇમાં ૪૫ લાખ યોજનમાં રહેલા છે. સિધ્ધરૂપે તેજ જીવો ઉત્પન્ન થઇ શકે છે કે જે પૂર્વભવમાં મનુષ્ય થયા હોય, ઉત્તમધર્મની સામગ્રી પ્રાપ્ત કરી આઠે કર્મનો ક્ષય કરે તે ત્યાં જાય છે. માટે મનુષ્યનું ક્ષેત્ર પ્રમાણ એટલું જ સિધ્ધક્ષેત્રનું પ્રમાણ છે. એ જીવો જ્યાં રહેલા છે તે ના અંતે છે એટલે ત્યાં ચૌદ રાજલોકનો અંત આવે છે. આ રીતે ચૌદ રાજલોકનું વર્ણન કર્યું. હવે ભાવનામાં આ રીતે વિચાર કરતા આત્માને રોજ વિચાર કરવાનો હોય છે કે આ રીતે ચારેય ગતિમાં ભમતાં ભમતાં ચૌદ રાજલોક ક્ષેત્રમાં જીવ ભમ્યો છે અને છેક જ્યાં સિધ્ધના જીવો રહેલા છે ત્યાં પણ જઇ આવ્યો છે. પરંતુ તે સૂક્ષ્મ પૃથ્વી આદિ રૂપે હતો તેથી પાછું ભટકવાનું રહ્યું છે. તો હવે આ સ્વરૂપ જાણ્યા પછી એવો પુરુષાર્થ કરું કે જેથી લોકના અંતે સિધ્ધરૂપે મારો આત્મા બની જાય એમ રોજ ભાવનામાં ભાવવાનું છે. કારણ કે આત્માને ખરેખરૂં રહેવાનું સ્થાન જો હોય તો એજ છે ત્યાં ગયા પછી જીવને મરવાનું નથી અને પોતાના સ્વભાવમાં રહેવાનું છે તે માટે જ બધો પુરૂષાર્થ કરવાનો છે. પ્ર.૭૩૨ બોધિ દુર્લભ ભાવના કોને કહેવાય ? ઉ.૭૩૨ જીવને સમ્યકત્વ પામવું કેટલું દુર્લભ છે. તે આ ભાવનામાં વિચાર કરવાનો છે. તે આ રીતે. Page 76 of 106 Page #77 -------------------------------------------------------------------------- ________________ આ સંસારમાં જીવો અનાદિકાળ અવ્યવહાર રાશીમાં રહ્યા રહ્યા પસાર કરે છે. જ્યારે કોઇ જીવ મોક્ષમાં જાય અને જે જીવની કાળ પરિપક્વતા થઇ હોય તે જીવ અવ્યવહાર રાશીમાંથી વ્યવહાર રાશીમાં આવે છે. ત્યાં આવે તે વખતે તેને એકન્દ્રિયપણાએ ઉત્પન્ન થવું પડે છે. ત્યાં એકેન્દ્રિયપણામાં સંખ્યાતા-અસંખ્યાતા અને અનંતા ભવો કરીને ઘણો કાળ રખડે છે. ત્યાંથી બેઇન્દ્રિયપણું પ્રાપ્ત કરે, તેઇન્દ્રિય પ્રાપ્તકરે, ચઉરીન્દ્રિયપણું પ્રાપ્ત કરે, એમ કરતાં કરતાં પાછા નવા કર્મો બાંધી વચમાં વચમાં એકેન્દ્રિયપણામાં જઇ આવે છે. ત્યાંથી માંડ માંડ પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે અને જો સમ્યક્ત્વ પામવું હોય તો પંચેન્દ્રિયપણામાં પમાય છે. પરંતુ એકેન્દ્રિયાદીમાં પમાતું નથી. પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કર્યા પછી જો ધર્મની સામગ્રી પ્રાપ્ત ન થાય તો પણ સમ્યક્ત્વ પેદા થતું નથી. જેમ શાસ્ત્રે કહ્યું છે કે સમ્યક્ત્વ પામવા માટે સારૂં કુળ એટલે આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળ, પંચેન્દ્રિયપણું ઇત્યાદિ સારી સામગ્રી મળે અને સમ્યક્ત્વ પામવાનો પુરુષાર્થ કરે તો કદાચ સમ્યક્ત્વ આવે તો આ જનમમાં સારામાં સારી જાતિકુળ તમાં જૈન ધર્મ સુલભ થાય તેવી સામગ્રી મલી છે મોક્ષમાર્ગ પણ મલ્યો છે. જો હવે સમ્યક્ત્વ પામવાનો પુરૂષાર્થ જીવંત ન કરે તો મનુષ્યપણું નકામું જાય અને પછી પાછું મનુષ્યપણું સંખ્યાતકાળે, અસંખ્યાતકાળે કે અનંતાકાળે મલે છે. માટે મારે મોક્ષે જવું છે. મોક્ષમાં જવા માટે સમ્યક્ત્વ વિના જવાય નહિ માટે તે પામવું છે, તે પામવા માટે હું જેનાથી સંસારમાં રખડ્યો તે ચીજ મારી નથી, પરંતુ તે મારી દુશ્મન છે માટે તેને પુરુષાર્થ કરીને દુર કરવી જોઇએ અને આત્મિક ગુણ પેદા થાય, સમ્યક્ત્વ ગુણ પેદા થાય તેવી સામગ્રી મલે તેનો પુરુષાર્થ કરવો જોઇએ ઇત્યાદિ વિચાર કરવો તે બોધિદુર્લભ ભાવના કહેવાય છે. પ્ર.૭૩૩ ધર્મદુર્લભ ભાવના એટલે શું ? ઉ.૭૩૩ આ સંસારમાં અનાદિ કાળથી ભટકતાં જીવોને અનંતીવાર મનુષ્ય જન્મની પ્રાપ્તિ થઇ છે. તેમાં અરિહંત પરમાત્માઓએ ફરમાવેલો ધર્મ મળ્યો હતો તે ધર્મની આચરણા પણ કરી હતી પરંતુ તે ધર્મની રૂચિ જેવો જોઇએ તેવી પેદા થઇ ન હતી. તેથી ધર્મ આવ્યો નહિ પરંતુ ધર્મ કરતાં સંસારનું સુખ મળ્યું તેમાં રાચ્યા એટલે સંસારની વૃદ્ધિ થઇ માટે આવો અરિહંત પરત્માઓએ કહેલો જે ધર્મ તેના પ્રત્યે રુચી થવી દુર્લભ છે. તે રુચિ ચરમાવર્તકાળમાં લઘુકર્મીતા જીવની થાય ત્યારે પેદા થાય છે. તે એવો ધર્મ હે જીવ તું પામ્યો છું, તો તેના પ્રત્યે જો રૂચી સારામાં સારી પેદા થઇ જાય તો પણ મોક્ષમાર્ગ સુલભ થઇ જાય. ઇત્યાદિ વિચાર કરવો તે ધર્મદુર્લભ ભાવના કહેવાય છે. આ રીતે બાર ભાવનાઓનું વર્ણન કર્યું હવે પાંચ ચારિત્રનું વર્ણન કરાય છે. સામા ઊત્થ પાં, છેઝોવદ્યાવાં મવેવીય, પરિહાર વિસુદ્વીાં, સુહુમ્ તહ સંપરાય ચ ।।રૂશા तत्तोअ अहकखायं खायं सव्वंमि जीव लोगम्मि जं चरि उणसुविहिआ, वच्चंति अयरा मरं ठाणं ||३३|| ભાવાર્થ :- સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મ સંપરાય ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર. આ પાંચે પ્રકારના ચારિત્રનું આચરણ કરીને મનુષ્યો મોક્ષપદને પ્રાપ્ત કરે છે. પ્ર.૭૩૪ સામાયિક ચારિત્ર કોને કહેવાય ? ઉ.૭૩૪ જે ચારિત્ર વડે જ્ઞાન-દર્શન અને ચારિત્રનો લાભ થાય એટલે આત્મામાં તે તે ગુણો પેદા થતા જાય તે સામાયિક ચારિત્ર કહેવાય છે. આ ચારિત્ર સાવધ વ્યાપારના ત્યાગરૂપ છે. Page 77 of 106 Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૭૩૫ સામાયિક ચારિત્ર કેટલા પ્રકારનું છે ? ઉ.૭૩૫ ઇત્વર કથિત સામાયિક અને યાવત્ કથિક સામાયિક ચારિત્ર. પ્ર.૭૩૬ ઇત્તર કથિક સામાયિક ચારિત્ર કોને કહેવાય ? ઉ.૭૩૬ ઇત્તર કથિક સામાયિક ચારિત્ર શ્રાવકો બે ઘડીન સામાયિક કરે છે તે પણ કહેવાય છે. તથા પાંચ ભરત અને પાંચ ઐરવતમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓને સૌ પ્રથમ જે દીક્ષા અપાય છે તે જ્યાં સુધી વડી દીક્ષા ન થાય તેટલા કાળ સુધીનું તે તે ચારિત્ર કહેવાય છે. પ્ર.939 યાવત્ કથિક સામાયિક ચારિત્ર કોને કહેવાય છે ? ઉ,૭૩૭ જે ચારિત્ર લીધા પછી ( સામાયિક ચારિત્ર) ઉચ્ચર્યા પછી વડી દીક્ષા રૂપ ચારિત્ર ન અપાય તે યાવત્કથિક સામાયિક ચારિત્ર કહેવાય છે. પ્ર.૭૩૮ યાવત્કથિક સામાયિક ચારિત્ર કયા કયા જીવોને હોય છે ? ઉ.૭૩૮ ભરત અને ઐરવત ક્ષેત્રમાં મધ્યના બાવીશ તીર્થંકરના સાધુઓને જે દીક્ષા વખતે સામાયિક ઉચ્ચરાવાય છે તે યાવત્કાળ સુધી રહે છે. વચમાં વડી દીક્ષારૂપ ચારિત્ર હોતું નથી માટે તે જીવોને હોય છે. પ્ર.૭૩૯ છેદોપસ્થાપનીય ચારિત્ર કોને કહેવાય છે ? ઉ.૭૩૯ પૂર્વ ચારિત્ર પર્યાયનો છેદ કરી પુનઃ મહાવ્રતોનું આરોપણ કરવું તે છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. આ ચારિત્રથી જ દીક્ષા પર્યાય વર્તમાનમાં ગણાય છે. પ્ર.૭૪૦ છેદોપસ્થાપનીય ચારિત્ર કયા કયા તીર્થંકરના સાધુઓને હોય છે ? ઉ.૭૪૦ : આ છેદોપસ્થાપનીય ચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થંકરોના શાસનમાં રહેલા સાધુઓને હોય છે. તે પણ અવસરપીણી અને ઉત્સરપીણી કાળમાં થનારા તીર્થંકરોના શાસનમાં જાણવા. પ્ર.૭૪૧ પરિહાર વિશુદ્ધ ચારિત્ર કોને કહેવાય ? ૩.૭૪૧ ગચ્છના ત્યાગવાળો જે તપ વિશેષ તેનાથી થતી ચારિત્રની વિશેષ શુદ્ધિ તે પરિહાર વિશુદ્ધ ચારિત્ર કહેવાય છે. પ્ર.૭૪૨ પરિહાર વિશુદ્ધ ચારિત્ર કેટલા પ્રકારે છે ? ઉ.૭૪૨ પરિહાર વિશુદ્ધ ચારિત્ર બે પ્રકારે છે. (૧) નિર્વિશ માનક પરિહાર વિશુદ્ધ ચારિત્ર, (૨) નિર્વિષ્ટ કાયિક પરિહાર વિશુદ્ધ ચારિત્ર. પ્ર.૭૪૩ નિર્વિશ માનક ચારિત્ર કોને કહેવાય ? ઉ.૭૪૩ જે સાધુઓ તપ ક્રિયામાં પ્રવર્તમાન હોય છે તે નિર્વિશ માનક ચારિત્ર કહેવાય છે. પ્ર.૭૪૪ નિર્વિષ્ટ કાયિક ચારિત્ર કોને કહેવાય ? ઉ.૭૪૪ – જે સાધુઓને તપ ક્રિયા પૂર્ણ થયેલી હોય તે નિર્વિષ્ટ કાયિક ચારિત્ર કહેવાય છે. પ્ર.૭૪૫ પરિહાર વિશુદ્ધ ચારિત્ર એક સાથે જઘન્યથી કેટલા સાધુઓ સ્વીકાર કરે ? તેમાં કઇ કઇ રીતે વ્યવસ્થા થાય ? ઉ.૭૪૫ પરિહાર વિશુદ્ધ ચારિત્ર એક સાથે નવ સાધુઓ સ્વીકાર કરે છે તેમાં ચાર સાધુઓ તપ કરે, ચાર તેઓની સેવા કરે, અને એક સાધુ વાચનાચાર્ય બને છે. આ રીતે છ મહીના સુધી તપ કરે. પ્ર.૭૪૬ પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં કેટલા મહિનાનો તપ હોય છે ? અને સાધુઓ તે તપ કઇ રીતે કરે છે ? Page 78 of 106 Page #79 -------------------------------------------------------------------------- ________________ ઉ.૭૪૬ પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં ૧૮ મહિનાનો તપ હોય છે. તેમાં જે ચાર મહાત્માઓ તપ કરતા હોય છે. તેઓ છ મહીના સુધી તપ કરે છે. ત્યારબાદ તે ચારનો તપ પૂર્ણ થાય એટલે બીજા ચાર મહાત્માઓ છ મહીના સુધી તપ કરે છે અને તેઓનો તપ પૂર્ણ થાય એટલે આઠમાંથી એક વાચનાચાર્ય બને છે અને જે વાચનાચાર્ય હતા તેઓ છ મહીના સુધી તપ કરે છે. જ્યારે જે સાધુઓ એ તપ કરતાં હોય છે ત્યારે બીજા સાધુઓને આયંબિલ જ કરવાના હોય છે. આ રીતે અઢાર માસે આ તપ પૂર્ણ થાય છે અને પછી જેઓને જિનકલ્પ સ્વીકારવો હોય તે જિનકલ્પ સ્વીકારે છે અને જે મહાત્માઓને ન સ્વીકારવો હોય તેઓ ગચ્છમાં પાછા આવી જાય છે. આ ચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થંકરના કાળમાં કેવળજ્ઞાનીની હાજરીમાં સ્વીકારાય છે પછી નહિ. પ્ર.૭૪૭ સૂક્ષ્મ સંપરાય ચારિત્ર કોને કહેવાય ? ઉ.૭૪૭ સૂક્ષ્મ કષાય એટલે લોભનો જ્યાં ઉદય હોય છે. અને કીટ્ટીરૂપ લોભના ઉદયરૂપ જ્યાં વેદન હોય છે તે સૂક્ષ્મ સંપરાય ચારિત્ર કહેવાય છે. પ્ર.૭૪૮ યથાખ્યાત ચારિત્ર કોને કહેવાય ? ઉ.૭૪૮ જ્ઞાની ભગવંતોએ જેવું ચારિત્ર કહ્યું છે તેવું ચારિત્ર પ્રાપ્ત થાય અર્થાત્ રાગદ્વેષના ઉદય રહિત અવસ્થાનું જે ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. પ્ર.૭૪૯ યથાખ્યાતના કેટલા ભેદ છે ? કયા કયા ? ઉ.૭૪૯ યથાખ્યાત ચારિત્રના બે ભેદો છે. (૧) ઉપશાંત યથાખ્યાત ચારિત્ર, (૨) ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર. ૫.૭૫૦ ઉપશાંત યથાખ્યાત ચારિત્ર કયા ગુણઠાણે હોય છે ? ઉ.૭૫૦ ઉપશાંત યથાખ્યાત ચારિત્ર અગીયારમા ગુણઠાણામાં રહેલા આત્માઓને જ હોય છે. આ ગુણ સ્થાનકેથી અવશ્ય તે જીવોનું પતન થાય છે. પ્ર.૭૫૧ ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર કેટલા પ્રકારનું હોય છે ? કયા કયા ? ઉ.૭૫૧ ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર બે પ્રકારનું છે. (૧) છદ્મસ્થ ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર અને (૨) કેવલી ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર. પ્ર.૭૫૨ છદ્મસ્થ ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર કેટલામા ગુણઠાણે હોય છે ? ઉ.૭૫૨ છદ્મસ્થ ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર બારમે ગુણઠાણે જ હોય છે. પ્ર.૭૫૩ કેવલી યથાખ્યાત ચારિત્ર કેટલામાં ગુણઠાણે હોય છે ? ઉ.૭૫૩ કેવલી યથાખ્યાત ચારિત્ર તેરમા અને ચૌદમા ગુણઠાણે હોય છે. પ્ર.૭૫૪ કેવલી યથાખ્યાત ચારિત્રના કેટલા ભેદ છે ? ઉ.૭૫૪ કેવલી યથાખ્યાત ચારિત્રના બે ભેદ છે, સયોગી કેવલી યથાખ્યાત ચારિત્ર તેરમા ગુણઠાણે હોય છે અને અયોગીકેવલી યથાખ્યાત ચારિત્ર જે ચૌદમા ગુણસ્થાનકમાં રહેનારા જીવોને જ હોય છે. આ રીતે સંવરતત્વ સમાપ્ત થયું. હવે નિર્જરાતત્વ તથા બંધતત્વના મુળ ભેદો તથા નિર્જરાતત્વનું વર્ણન કરાય છે. बारसविह तवो णिज्जराय, बंधो चउविगप्पो अ, વયકિ અનુમાન, પણ સ મેઇ હિં નાયવ્યો ।।૪।। अणसण- मूणो अरिया, वित्ती संखेवण रसच्चाओ, Page 79 of 106 Page #80 -------------------------------------------------------------------------- ________________ कायकिलेसो संलीणयाय, बज्जो तवो होड़ ||३५| પાષ્ઠિત વિળજ્ઞો, વેયાવ ં તદેવ સન્તાશો, झाणं उस्सग्गो वि अ, अभिंतरओ तवो होइ ||३६|| ભાવાર્થ :- બાર પ્રકારનો તપ તે નિર્જરા તત્ત્વનાં ભેદ છે અને પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ એમ ચાર પ્રકારે બંધ તત્ત્વ કહેલો છે. ।।૩૪।। અણસણ, ઉર્ણાદરિ, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા. એ છ પ્રકારે બાહ્ય તપ કહેલો છે. ૩૫) પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અન કાયોત્સર્ગ એ છ પ્રકારનો અત્યંતર તપ કહેલો છે. ૩૬॥ પ્ર.૭૫૫ નિર્જરા તત્ત્વના બાર ભેદો કયા કયા કહેલા છે ? ઉ.૭૫૫ નિર્જરા તત્ત્વના ૧૨ ભેદો આ પ્રમાણે છે. (૧) અનશન, (૨) ઉણોદરિ, (૩) વૃત્તિસંક્ષેપ, (૪) કાયકલેશ, (૫) રસત્યાગ, (૬) સંલીનતા, (૭) પ્રાયશ્ચિત, (૮) વિનય, (૯) વૈયાવચ્ચ, (૧૦) સ્વાધ્યાય, (૧૧) ધ્યાન, (૧૨) કાર્યોત્સર્ગ. આ બાર પ્રકારનો તપ એ નિર્જરા તત્ત્વના ભેદો ગણાય છે કારણ કે આ તપથી નિર્જરા થાય છે. ૫.૫, અનશન તપ કોને કહેવાય ? ઉ.૭૫૬ સિધ્ધાંતમાં એટલે આગમમાં કહેલી વિધિ પ્રમાણે ચારે પ્રકારના આહારનો (એટલે અનશન ખાવાની સામગ્રી, પાન પીવાની સામગ્રી ખાદિમ સુંઠ વિ. સ્વાદિમ મુખવાસ વગેરે) ત્યાગ કરવો તે અનશન નામનો તપ કહેવાય છે. તપ. પ્ર.૭૫૭ અનશન તપના કેટલા ભેદ છે ? કયા કયા ? ઉ.૭૫૭ અનશન તપના બે ભેદો કહેલા છે. (૧) યાવજ્જીવ અનશન, (૨) ઇત્વરકથિક અનશન પ્ર.૭૫૮ યાવજ્જીવ અનશનના કેટલા ભેદ છે ? ઉ,કપટયાવાવ અનશનના બે ભેદો કહેલા છે. (૧) નિહારૅિમ યાવાવ અનશન તપ અને અનિહારિમ યાવજ્જીવ અનશન તપ. ૫.૩૫૯ નિહારીમ યાવાવ અનશન તપ કોને કહેવાય ? ઉ,૩૫૯ અનશન અંગીકાર કર્યા પછી શરીરને નિયત સ્થાનથી બહાર કાઢવું તે નિહાીમ અનશન કહેવાય છે. પ્ર.૭૬૦ અનિહારીમ યાવજ્જીવ અનશન કર્તાને કહેવાય ? ઉ.૭૬૦ અનશન કર્યા પછી જે સ્થાને જેવી રીતે કાયા પડી હોય તે રીતે જ રાખવી, પણ જરાય ચલાયમાન કરવી નહિં તે અનિહારીમ અનશન કહેવાય છે. પ્ર.૭૬૧ ઇત્તરકથિક અનશનના કેટલા પ્રકારો કહ્યા છે ? કયા કયા ? ૩.૬૧ ઇત્તરકથિક અનશન બે પ્રકારના કહ્યા છે. (૧) સર્વથી ઇત્તરકર્થિક અનશન અને (૨) દેશથી ઇત્તર કથિક અનશન. ઉં ૭૬૨ સર્વથી ઇત્તરિક અનશન કોને કહેવાય ? ઉ,૬૨ - ચારે પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરવારૂપ ઉપવાસ, બ્લ્ડ, અઠ્ઠમ વગેરે કરવું તે Page 80 of 106 Page #81 -------------------------------------------------------------------------- ________________ સર્વથી ત્યાગરૂપ કહેવાય છે. પ્ર.૭૬૩ દેશથી ઇત્વરકથિક અનશન કોને કહેવાય ? ઉ૭૬૩ ચારે પ્રકારનો ત્યાગ દેશથી કરવો તે અર્થાત નવકારશી, પોરસી, સાઢપોરસી ઇત્યાદિ પચ્ચખાણ કરવા તે. પ્ર.૭૬૪ ઉણોદરી તપ કોને કહેવાય છે ? ઉ.9૬૪ જે જીવોનો જેટલો આહાર હોય તે આહાર વાપરતા થોડા ઉણા રહેવું તે ઉણોદરી તપકહેવાય છે. પ્ર.૭૬૫ ઉણોદરી તપ કેટલા પ્રકારનો છે ? ઉ.૭૬૫ ઉણોદરી તપ બે પ્રકારનો છે. (૧) દ્રવ્ય ઉણોદરી તપ, (૨) ભાવ ઉણોદરી તપ. પ્ર.૭૬૬ દ્રવ્ય ઉણોદરી તપ કોને કહેવાય ? ઉ.૭૬૬ ઉપકરણ આદિની ન્યૂનતા કરવી કવલ (કોળીયા) ની ન્યૂનતા કરવી તે દ્રવ્ય ઉણોદરી તપ કહેવાય. પ્ર.૭૬૭ ભાવ ઉણોદરી તપ કોને કહેવાય ? ઉ.૭૬૭ જે તપમાં રાગદ્વેષ ક્રોધાદિ કષાયો આત્મામાં રહેલા છે તેમાં ન્યૂનતા કરવી તે. પ્ર.૭૬૮ પુરૂષનો આહાર શાસ્ત્રમાં કેટલા પ્રમાણવાળો કહ્યો છે ? તેમાં ઉણોદરી કેવી રીતે જાણવી. ઉ.૭૬૮ પુરૂષનો આહાર શાસ્ત્રમાં ૩૨ કવલ (કોળીયા) પ્રમાણ કહેલો છે. તેમાંથી એક, બે, પાંચ, દસ આદિ કવલ ઉણા રહેવું એટલે ઓછા વાપરવી તે ઉણોદરી તપ કહેવાય છે. પ્ર.૭૬૯ સ્ત્રીનો આહાર કેટલા કવલ પ્રમાણ કહેલો છે ? તેઓની ઉણોદરી કઇ રીતે સમજવી. ? ઉ.૭૬૯ સ્ત્રીઓનો આહાર શાસ્ત્રમાં ૨૮ કવલ (કોળીયા) પ્રમાણ કહેલો છે. તેમાંથી એક, બે, પાંચ, દશ કવલ ન્યૂન વાપરવા તે સ્ત્રીઓનો ઉણોદરી તપ કહેવાય છે. પ્ર.૭૭૦ વૃત્તિસંક્ષેપ તપ કોને કહેવાય ? ઉ.990 વાપરવાના દ્રવ્યો જેટલા હોય છે તેમાં નિયમન કરવું, અભિગ્રહ કરવો તે વૃત્તિસંક્ષેપ કહેવાય. પ્ર.૭૭૧ વૃત્તિસંક્ષેપ તપ કેટલા પ્રકારનો છે ? કયા કયા ? ઉ.૭૭૧ વૃત્તિસંક્ષેપ તપ ચાર પ્રકારે થાય છે. (૧) દ્રવ્યથી વૃત્તિસંક્ષેપ, (૨) ક્ષેત્રથી વૃત્તિસંક્ષેપ, (૩) કાળથી વૃત્તિસંક્ષેપ અને (૪) ભાવથી વૃત્તિસંક્ષેપ. પ્ર.૭૭૨ દ્રવ્યથી વૃત્તિસંક્ષેપ કઇ રીતે સમજવો ? ઉ.૭૭૨ દ્રવ્યથી એટલે જેટલા પદાર્થો ભોગવવા યોગ્ય છે. ખાવામાં, પીવામાં તે દ્રવ્યોમાં નિયમના કરવું, અમુક વાપરવા, આટલા પ્રમાણમાં વાપરવા ઇત્યાદિ અભિગ્રહ કરવો તે દ્રવ્યથી વૃત્તિસંક્ષેપ કહેવાય છે. પ્ર.૭૭૩ ક્ષેત્રથી વૃત્તિ સંક્ષેપ કઇ રીતે સમજવો ? ઉ.૭૭૩ અમુક અમુક ક્ષેત્રમાં હોઉ તોજ તે વાપરવા, અમુક ક્ષેત્રોમાં નહિ તે ક્ષેત્રનું નિયમન કરવું તે ક્ષેત્રથી કહેવાય છે. Page 81 of 106 Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૭૭૪ કાળથી વૃત્તિસંક્ષેપ કોને કહેવાય ? ઉ.99૪ અમુક કાળમાં એટલે કે દિવસના કાળમાં, રાતના કાળમાં, નહિ દિવસના કાળમાં પણ પૂર્વાન્હ કાળમાં, મધ્યાન્હ કાળમાં, સાયંકાળમાં ઇત્યાદિ અભિગ્રહો કરવા તે કાળથી વૃત્તિસંક્ષેપ કહેવાય છે. પ્ર.૭૭૫ ભાવથી વૃત્તિસંક્ષેપ કોને કહેવાય ? ઉ.૭૭૫ અમુક દ્રવ્યો ઉપર ઘણો રાગ થતો હોય તે રાગવાળા પદાર્થોનો ત્યાગ કરવો. મનને ગમ નહિ તેવા પદાર્થો આવે તો સારી રીતે ઉપયોગ કરવો ઇત્યાદિ મનોવૃત્તિ સુધારવા રુપ ભાવવૃત્તિ સંક્ષેપ કહેલો છે. પ્ર.૭૭૬ રસત્યાગ તપ કોને કહેવાય ? ઉ.૭૭૬ શાસ્ત્રોમાં દશ પ્રકારની વિગઇ કહી છે. તેમાંથી ચાર પ્રકારની વિગઇનો સર્વથા ત્યાગ કરવો અને બાકીની છ વિગઇઓમાંથી અમુક અમુક વિગઇઓનો ત્યાગ કરવો તે રસત્યાગ કહેવાય છે. પ્ર.૭૭૭ વિગઇઓ કેટલી છે ? કઇ કઇ ? ઉ.૭૭૭ વિગઇઓ દશ પ્રકારની કહી છે તે આ પ્રમાણે. (૧) દુધ વિગઇ, (૨) દહીં વિગઇ, (૩) ઘી વિગઇ, (૪) તેલ વિગઇ, (૫) ગોળ વિગઇ, (૬) તળેલી વસ્તુ, (૭) મદિરા વિગઇ, (૮) માંસભક્ષણ વિગઇ, (૯) માખણ વિગઇ અને (૧૦) મધ વિગઇ. આ દશ વિગઇઓ કહી છે. પ્ર.૭૭૮ આ દશ વિગઇઓમાંથી મહાવિગઇઓ કેટલી કેટલી છે ? કઇ કઇ ? ઉ.૭૭૮ દશ વિગઇઓમાંથી ચાર વિગઇઓ મહાવિગઇઓ કહેલી છે. તે આ પ્રમાણે છે. (૧) મદિરા, (૨) માંસ, (૩) માખણ અને (૪) મધ. આ ચાર મહાવિગઇઓ છે. જેનો શ્રાવકોને સર્વથા ત્યાગજ હોય. પ્ર.૭૭૯ કાયકલેશ તપ કોને કહેવાય ? ઉ.૭૭૯ કાયાનો ત્યાગ કરવો એટલે કે કાયોત્સર્ગ કરવો, આસનો કરવા, કેશનો લોચ કરવો અને જેટલો કાયા પાસેથી સારા કાર્યમાં ઉપયોગ થાય તેટલો યથાશક્તિ કરી લેવો તે કાયકલેશ નામનો તપ કહેવાય છે. પ્ર.૭૮૦ સંલીનતા તપ કોને કહેવાય ? ઉ.૭૮૦ સંલીનતા એટલે સંવરવું, સંકોચવું, કાયાનું સંપરણ કરવું, સંકોચ કરવો, અંગોપાંગ સંકોચી રાખવા તે સંલીનતા નામનો તપ કહેવાય છે. આ છ પ્રકારનો બાહ્ય તપ કહેવાય છે. પ્ર.૭૮૧ સંલીનતા તપ કેટલા પ્રકારનો છે ? ઉ.૭૮૧ સંલીનતા તપ ચાર પ્રકારનો કહેલો છે. (૧) ઇન્દ્રિયસંલીનતા, (૨) કષાયસંલીનતા (૩) યોગસંલીનતા અને (૪) વિવિક્ત ચર્યા સંલીનતા. પ્ર.૭૮૨ ઇન્દ્રિયસંલીનતા કોને કહેવાય ? ઉ.૭૮૨ ખરાબ માર્ગમાં એટલે પોતપોતાના વિષયોમાં જતી ઇન્દ્રિયોને રોકવી તે ઇન્દ્રિય સંલીનતા તપ કહેવાય છે. પ્ર.૭૮૩ કષાય સંલીનતા કોને કહેવાય ? ઉ.૭૮૩ અશુભ માર્ગમાં જતા કષાયોને રોકવા તે કષાય સંલીનતા કહેવાય છે. પ્ર.૭૮૪ યોગ સંલીનતા કોને કહેવાય ? ઉ.૭૮૪ અશુભ માર્ગમાં જતા યોગને પાછા ફેરવવા, શુભ માર્ગમાં યોગને જોડવા તેનું નામ યોગ Page 82 of 106 Page #83 -------------------------------------------------------------------------- ________________ સંલીનતા કહેવાય છે. પ્ર.૭૮૫ વિવિક્ત ચર્યા સંલીનતા કોને કહેવાય ? ઉ.૭૮૫ સ્ત્રી, પશુ, નપુંસક, સંસર્ગવાળા સ્થાનોનો ત્યાગ કરી સારા સારા સ્થાનોમાં રહેવું તે વિવિક્ત ચર્યા સંલીનતા તપ કહેવાય છે. આ રીતે છ પ્રકારના બાહ્ય તપનું વર્ણન કર્યું. પ્ર.૭૮૬ પ્રાયશ્ચિત તપ કોને કહેવાય ? ઉ.૭૮૬ થયેલા અપરાધની શુદ્ધિ કરવી તે પ્રાયશ્ચિત કહેવાય છે. પ્ર.૭૮૭ પ્રાયશ્ચિત તપ કેટલા પ્રકારનો છે ? ઉ.૭૮૭ પ્રાયશ્ચિત તપ દશ પ્રકારનો છે તે આ પ્રમાણે. (૧) આલોચના પ્રાયશ્ચિત, (૨) પ્રતિક્રમણ પ્રાયશ્ચિત, (૩) મિશ્ર પ્રાયશ્ચિત, (૪) વિવેક પ્રાયશ્ચિત, (૫) કાયોત્સર્ગ પ્રાયશ્ચિત, (૬) તપઃ પ્રાયશ્ચિત, (૭) છેદ પ્રાયશ્ચિત, (૮) મૂલ પ્રાયશ્ચિત, (૯) અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત અને (૧૦) પારાંચિત પ્રાયશ્ચિત. પ્ર.૭૮૮ આલોચના પ્રાયશ્ચિત કોને કહેવાય ? ઉ,૭૮૮ કરેલા પાપોને ગુરુ આદિ સમક્ષ કહેવું (પ્રકાશ કરવો) તે આલોચના પ્રાયશ્ચિત કહેવાય. પ્ર.૭૮૯ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કોને કહેવાય ? ઉ.૭૮૯ થયેલું પાપ ીથી નહિ કરવા માટે મિચ્છામિ દુક્કડં દેવું તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત. પ્ર.૭૯૦ મિશ્ર પ્રાયશ્ચિત કોને કહેવાય ? ઉ.૭૯૦ કરેલા પાપ ગુરુ આગળ કહેવા અને મિથ્યા દુષ્કૃત પણ કર્યા કરવું તે મિશ્ર પ્રાયશ્ચિત. પ્ર.૭૯૧ વિવેક પ્રાયશ્ચિત કોને કહેવાય ? ઉ.૭૯૧ અકલ્પનીય અન્નપાન વગેરેનો વિધિપૂર્વક ત્યાગ કરવો તે વિવેક પ્રાયશ્ચિત કહેવાય. પ્ર.૭૯૨ કાયોત્સર્ગ પ્રાયશ્ચિત કોને કહેવાય ? ઉ.૭૯૨ કાયાનો વ્યાપાર બંધ રાખીને ધ્યાન કરવું તે કાયોત્સર્ગ પ્રાયશ્ચિત કહેવાય છે. પ્ર.૭૯૩ તપઃ પ્રાયશ્ચિત કોને કહેવાય ? ઉ.૭૯૩ કરેલા પાપના દંડ રૂપે જે તપ આવ્યું હોય તે સંપૂર્ણ કરવું તે તપઃ પ્રાયશ્ચિત કહેવાય છે. પ્ર.૭૯૪ છેદ પ્રાયશ્ચિત કોને કહેવાય ? ઉ.૭૯૪ મહાવ્રતોનો ઘાત થવાથી દીક્ષા પર્યાયનો છેદ કરવો તે છેદ પ્રાયશ્ચિત કહેવાય છે. પ્ર.૭૯૫ મૂલ પ્રાયશ્ચિત કોને કહેવાય ? ઉ.૭૯૫ મહા અપરાધ થવાથી મૂળથી ીથી ચારિત્ર આપવું તે મૂળ પ્રાયશ્ચિત કહેવાય છે. પ્ર.૭૯૬ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત કોને કહેવાય ? ૩.૭૯૬ કરેલા અપરાધનું પ્રાયશ્ચિત ન કરે ત્યાં સુધી મહાવ્રતો ન ઉચ્ચરાવવા તે. પ્ર.૭૯૭ પારાંચિત પ્રાયશ્ચિત તપ કોને કહેવાય ? ઉ.૭૯૭ સાધ્વીનો શીલ ભંગ કરવાથી અથવા રાજાની રાણી ઇત્યાદિ સાથે અનાચાર સેવાઇ જવાથી તેના દંડ માટે બાર વર્ષ ગચ્છ બહાર નીકળી મહાશાસન પ્રભાવના કર્યા બાદ પુનઃ દીક્ષા લઇ ગચ્છમાં આવવું તે પારાંચિત પ્રાયશ્ચિત તપ કહેવાય છે. પ્ર.૭૯૮ વિનય તપ કોને કહેવાય ? ઉ.૭૯૮ ગુણવંતની ભક્તિ કરવી, બહુમાન કરવુ, આશાતના ન કરવી તે વિનય તપ કહેવાય છે. પ્ર.૭૯૯ વિનય તપ કેટલા પ્રકારનો કહ્યો છે ? Page 83 of 106 Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉ.૭૯૯ વિનય તપ સાત પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે. (૧) જ્ઞાનવિનય, (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય, (૪) મનવિનય, (૫) વચનવિનય, (૬) કાયાવિનય અને (૭) ઉપચાર વિનય. પ્ર.૮૦૦ જ્ઞાનવિનય કેટલા પ્રકારે છે ? કયા કયા ? | ઉ.૮૦૦ જ્ઞાનવિનય પાંચ પ્રકારે છે. (૧) ભક્તિ, (૨) બહુમાન, (૩) ભાવના, (૪) વિધિગ્રહણ અને (૫) અભ્યાસ વિનય કહેવાય છે. પ્ર.૮૦૧ જ્ઞાનમાં પાંચ પ્રકાર કઇ રીતે સમજવા ? ઉ.૮૦૧ જ્ઞાન તથા જ્ઞાનની બાહ્ય સેવા કરવી તે ભક્તિ, અંતરથી પ્રીતિ કરવી જ્ઞાન પ્રત્યે તે બહુમાન, જ્ઞાન વડે જાણેલા પદાર્થોનું સ્વરૂપ વિચારવું તે ભાવના વિનય, વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું તે વિધિ ગ્રહણ અને જ્ઞાનનો અભ્યાસ કરવો તે અભ્યાસ વિનય છે. પ્ર.૮૦૨ દર્શનવિનય કેટલા પ્રકારે છે ? કયા કયાં ? ઉ.૮૦૨ દર્શનવિનય બે પ્રકારે છે. (૧) સુશ્રુષા વિનય અને (૨) અનાશાતના વિનય. પ્ર.૮૦૩ સુશ્રુષા વિનય કોને કહેવાય ? ઉ.૮૦૩ દેવની તથા ગુરુની ઉચિત ક્રિયા સાચવવી તે સુશ્રુષા વિનય કહેવાય છે. પ્ર.૮૦૪ સુશ્રુષા વિનય કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ.૮૦૪ સુશ્રુષા વિનય દશ પ્રકારે છે તે આ પ્રમાણે. (૧) સત્કાર, (૨) અભ્યત્યાન, (૩) સન્માન, (૪) આસન પરિગ્રહણ, (૫) આસન પ્રદાન, (૬) કૃતિકર્મ, (૭) અંજલિગ્રહણ, (૮) સન્મખાગમન, (૯) પશ્વાગમન, (૧૦) પર્યાપાસના. પ્ર.૮૦૫ સુશ્રુષા વિનયના દશ પ્રકાર કઇ રીતે સમજવા ? ઉ.૮૦૫ સ્તવના કરવી, વંદના કરવી તે સત્કાર, આસનથી ઉભા થઇ જવું તે અન્યૂત્થાન , વસ્ત્રાદિ આપવા તે સન્માન કહેવાય છે, બેસવા માટે આસન લાવી બેસો કહેવું તે આસન પરિગ્રહણ કહેવાય છે, આસન ગોઠવી આપવું તે પ્રદાન, વંદન કરવું તે કૃતિકર્મ કહેવાય છે, બે હાથ જોડવા તે અંજલીગ્રહણ, આવે ત્યારે સ્પામાં લેવા જવું તે સન્મખાગમન, જાય ત્યારે વળાવવા જવું તે પશ્વાદ્ગમન અને બેઠા હોય ત્યારે વૈયાવચ્ચ કરવી તે પર્યુપાસના. આ પ્રકારે દર્શન વિનય કહેવાય છે. પ્ર.૮૦૬ અનાશાતના વિનય કોને કહેવાય ? અને તે કેટલા પ્રકારે છે ? ઉ.૮૦૬ દેવની તથા ગુરુની આશાતના ન કરવી તે અનાશાતના વિનય કહેવાય છે. અને તેના ૪૫ ભેદ છે. પ્ર.૮૦૭ અનાશાતનાના ૪૫ ભેદો કયા કયા છે ? ઉ.૮૦૭ તીર્થકર, ધર્મ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, કુલ, ગણ, સંઘ, સાંભોગિક અને સમનોસ, સાધર્મિક તથા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ પંદરની આશાતના ના કરવી, પંદની ભક્તિ અને બહુમાન કરવું તથા પંદરની વર્ણસંજ્વલના (ગુણની પ્રશંસા) એટલે ૧૫ x ૩ થવાથી ૪૫ ભેદો થાય છે. પ્ર.૮૦૮ ચારિત્ર વિનય કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ.૮૦૮ ચારિત્ર વિનય પાંચ પ્રકારે છે. (૧) સદહણા (શ્રદ્ધા કરવી તે) શ્રદ્ધાવિનય, (૨) ચારિત્રની સ્પર્શના કરવી તે સ્પર્શના વિનય, (૩) ચારિત્ર પ્રત્યે આદર કરવો તે આદર વિનય, (૪) ચારિત્રનું પાલન કરવું તે પાલન વિનય અને (૫) ચારિત્રની પ્રરૂપણા કરવી તે પ્રરૂપણા વિનય કહેવાય છે. Page 84 of 106 Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૮૦૯ યોગવિનય કોને કહેવાય ? ઉ.૮૦૯ દર્શન તથા દર્શનીનું મન, વચન, કાયા વડે કરીને અશુભ ન કરવું અને શુભમાં પ્રવૃત્તિ કરવી તે યોગ વિનય કહેવાય છે. પ્ર.૮૧૦ ઉપચાર વિનય કેટલા પ્રકારે છે ? ઉ.૮૧૦ ઉપચાર વિનય સાત પ્રકારે છે. (૧) ગુર્નાદિની પાસે રહેવું, (૨) ગુર્નાદિની ઇચ્છાને અનુસરવું, (૩) ગુર્નાદિનો આહાર લાવવો, (૪) આંહારાદિ આપવા, (૫) ઔષધાદિકની પરિચર્યા કરવી, (૬) અવસરોચિત આચરણ કરવું અને (૭) ગુર્વાદિના કાર્યમાં તત્પર રહેવું. તે સાત પ્રકારનો ઉપચાર વિનય કહેવાય છે. પ્ર.૮૧૧ વૈયાવચ્ચ તપ કોને કહેવાય ? ઉ.૮૧૧ આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, સ્થવિર, ગ્લાન, શેક્ષ, (નવ દીક્ષિત) સાધમિક, કુલ, ગુણ અને સંઘ. આ દશનું યથાયોગ્ય આહાર, વસ્ત્ર, વસતિ, ઔષધ, પાત્ર, આજ્ઞાપાલન આદિથી. ભક્તિ-બહુમાન કરવું. તે દશ પ્રકારનું વૈયાવચ્ચ કરવાનું કહેવાય છે તે વૈયાવચ્ચ તપ કહેવાય છે. પ્ર.૮૧૨ સ્વાધ્યાય તપ કેટલા પ્રકારે છે ? ઉ.૮૧૨ સ્વાધ્યાય તપ પાંચ પ્રકારે છે. (૧) કોઇપણ યોગ્ય જીવને ભણાવવા, પોતે ભણવું તે વાચના નામનો પ્રકાર છે, (૨) ભણતા ભણતા સંદેહ પૂછવો તે પૃચ્છના, (૩) જે કોઇ ભણ્યા હોઇએ તેનો પાઠ કરવો, (૪) પુનરાવર્તન કરવું તે પરાવર્તના, (૪) ધારેલા અર્થનું ચિંતન કરવું તે અપેક્ષા અને ધર્મનો ઉપદેશ આપવો તે ધર્મકથા. આ પ્રમાણે સ્વાધ્યાય પાંચ પ્રકારે કહેવાય છે. પ્ર.૮૧૩ ધ્યાન કોને કહેવાય ? ઉ.૮૧૩ મનને એકાગ્ર કરવું એટલે કોઇપણ વિષયનો વિચાર કરતા કરતા મનને તેમાં સ્થિર કરવું તે ધ્યાન કહેવાય છે. મનની એકાગ્રતા તે ધ્યાન. પ્ર.૮૧૪ ધ્યાન કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ.૮૧૪ ધ્યાન બે પ્રકારનું છે. (૧) શુભધ્યાન, (૨) અશુભધ્યાન, પ્ર.૮૧૫ અશુભ ધ્યાન કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ.૮૧૫ અશુભધ્યાન બે પ્રકારે કહેલું છે. (૧) રોદ્રધ્યાન અને (૨) આર્તધ્યાન. પ્ર.૮૧૬ રૌદ્રધ્યાન કેટલા પ્રકાર છે ? કયા કયા ? ઉ.૮૧૬ રીદ્રધ્યાન ચાર પ્રકારે છે. (૧) હિંસાનુબંધી રોદ્રધ્યાન, (૨) મૃષાનુબંધી રીદ્રધ્યાન, (૩) તેયાનુબંધી રોદ્રધ્યાન, (૪) સંરક્ષણાનુબંધિ રીદ્રધ્યાન. પ્ર.૮૧૭ હિંસાનુબંધી રૌદ્રધ્યાન કોને કહેવાય ? ઉ.૮૧૭ મન, વચન, કાયાથી પ્રાણીઓની હિંસાનો વિચાર કરવો તે સંકલ્પ, અને વારંવાર વિચાર કરવા તે વિકલ્પ અને તે વિચારો કરતાં કરતાં તેમાં લીન બની પ્રવૃત્તિ કરવી અને લીન બનવું. વિચારમાં અને લીનતાથી પ્રાણીઓની હિંસા કરવી તે હિંસાનુબંધી રીદ્રધ્યાન કહેવાય છે. પ્ર.૮૧૮ મૃષાનુબંધી રૌદ્રધ્યાન કોને કહેવાય? ઉ.૮૧૮ જુઠું બોલવું, કોઇને ઠગવાના વિચારમાં રહ્યા પછી તે વિચારોમાં લીન બની જવું તો મૃષાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે. પ્ર.૮૧૯ તેયાનુબંધી રૌદ્રધ્યાન કોને કહેવાય ? Page 85 of 106 Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉ.૮૧૯ ચોરી કરવાના વિચારોમાં ને વિચારોમાં લીન બની તેના વિચારોમાં ખુશ રહેવું તે સ્તેયાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે. પ્ર.૮૨૦ સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન કોને કહેવાય ? ઉ.૮૨૦ નવે પ્રકારના પરિગ્રહની રક્ષા માટે અનેક ચિંતાઓ કર્યા કરવી, તે નાશ ન પામી જાય તેનું જેમ બને તેમ સારી રીતે રક્ષણ થાય એવા વિચારોમાં લીન રહેવું તે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે. પ્ર.૮૨૧ રૌદ્રધ્યાનમાં રહેલા જીવોને આયુષ્ય બંધાય તો કયા પ્રકારનું બંધાય છે ? ઉ.૮૨૧ રૌદ્રધ્યાનના પરિણામમાં રહેલા જીવો નિયમા આયુષ્ય બાંધે તો નરકગતિનું આયુષ્ય બાંધે છે. એટલે તે જીવો નિયમા નરકમાં જાય છે. જો આયુષ્ય બંધાયેલું હોય તો. પ્ર.૮૨૨ રૌદ્રધ્યાન શી રીતે પેદા થાય છે ? ઉ.૮૨૨ કોઇપણ પ્રાણીનો વધ કરવાથી તેના વિચારોમાં રહેવાથી તથા મહારંભ અને મહાપરિગ્રહ રાખવાથી તે વિચારોમાં લીનતા આવવાથી રૌદ્રધ્યાન પેદા થાય છે. પ્ર.૮૨૩ આર્તધ્યાન કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ.૮૨૩ આર્તધ્યાન ચાર પ્રકારે છે. (૧) ઇષ્ટ વિયોગ થવો તે આર્તધ્યાન, (૨) અનિષ્ટ વસ્તુનો સંયોગ થવો તે આર્તધ્યાન, (૩) રોગ ચિંતા આર્તધ્યાન, (૪) અગ્રશોચ (નિયાણું) આર્તધ્યાન. આ ચાર આર્તધ્યાન કહેવાય છે. પ્ર.૮૨૪ આર્તધ્યાન શી રીતે પેદા થાય છે ? ઉ.૮૨૪ સંસારી જીવો કર્મસહિત હોવાથી મોટે ભાગે આર્તધ્યાન એવા સંકલ્પ-વિકલ્પોમાં રહેલા હોય છે કારણ કે અનાદિ કાળથી જીવોને સુખ પ્રત્યેનો રાગ છે. અને દુઃખ પ્રત્યેનો દ્વેષ રહેલો છે માટે જ તેના જ વિચારોમાં રહેલા હોય છે. જ્યાં સુધી વિચારોમાં રહેલા હોય છે. ત્યાં સુધી આર્તધ્યાન આવતું નથી પરંતુ તે વિચારોમાં ને વિચારોમાં આવી જાય ત્યારે જીવોને જે ધ્યાન હોય છે તે આર્તધ્યાન કહેવાય છે. પ્ર.૮૨૫ આર્તધ્યાનમાં જીવ કેવા પ્રકારનું આયુષ્ય બાંધે છે ? ઉ.૮૨૫ આર્તધ્યાનમાં રહેલા જીવો તિર્યંચાયુષ્ય બાંધે છે. પ્ર.૮૨૬ ઇષ્ટ વસ્તુનો વિયોગ આર્તધ્યાન કોને કહેવાય છે ? ઉ.૮૨૬ ઘર, કુટુંબ, પૈસો, સ્વજન, સંબંધીઓ વગેરે સારા મલ્યા હોય અને તે વસ્તુઓ જ્યારે ચાલી જાય ત્યારે જીવ વિચાર કરતો નથી. જવાની ચીજ હતી તે ચાલી ગઇ. એ વિચાર ન આવતાં તેના વિયોગના કારણે તેના વિચારોમાં ને વિચારોમાં દિવસોના દિવસો પસાર કરે છે. તે વખતે વિચારોમાંલીનતા આવી જાય તે ઇષ્ટ વિયોગ આર્તધ્યાન કહેવાય છે અને જો તે વખતે આયુષ્ય બંધાય તો નિયમા તિર્યંચગતિનું બંધાય છ. પ્ર.૮૨૭ અનિષ્ટ સંયોગ આર્તધ્યાન કોને કહેવાય ? ઉ.૮૨૭ પોતાના પાપના ઉદયના કારણે જીવોને ખરાબ વસ્તુઓનો સંયોગ થયેલો હોય તે સંયોગને દૂર કરવા અને તેને દૂર કરવાના વિચારોમાં રહેતા રહેતા લીન બનવું તે અનિષ્ટ સંયોગરૂપ આર્તધ્યાન કહેવાય છે. પ્ર.૮૨૮ રોગાર્ત ચિંતા ધ્યાન કોને કહેવાય ? ઉ.૮૨૮ કોઇપણ ભયંકર રોગ શરીરમાં પેદા થયો હોય તે વખતે વિચારવું જોઇએ કે ભૂતકાળમાં બાંધેલા કર્મો જે છે તે હાલ ઉદયમાં આવ્યા છે, માટે હે આત્મન્ અત્યારે સારી રીતે મજેથી ભોગવી લે કે Page 86 of 106 Page #87 -------------------------------------------------------------------------- ________________ જેથી તે કર્મો નાશ પામે અને જલ્દીથી પરમપદની પ્રાપ્તિ થાય આ વિચાર કરવો જોઇએ તેના બદલે તે રોગને કાઢવાના વિચારો કર્યા કરવા તેના માટેના ઉપાયો કર્યા કરવા અને તેમાંજ મગ્ન બન્યા રહેવું તે રોગાર્તધ્યાન કહેવાય છે. પ્ર.૮૨૯ અગ્રલોચાર્તધ્યાન કોને કહેવાય ? ઉ.૮૨૯ આ ભવમાં જે કોઇ તપશ્ચર્યા આદિ કર્યા હોય તેનાથી કર્મ નિર્જરા થવાને બદલે ભવિષ્યમાં આવા આવા સુખ મને મારા તપના પ્રભાવે મલો ઇત્યાદિ દ્રઢ વિચારો કરવા અને કોઇ છોડવા માગે તો પણ ન છોડવા તે નિયાણારૂપ અગ્રલોચાર્તધ્યાન કહેવાય છે. પ્ર.૮૩૦ શુભધ્યાન કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ.૮૩૦ શુભધ્યાન બે પ્રકારે છે. (૧) ધર્મધ્યાન, (૨) શુક્લધ્યાન, પ્ર.૮૩૧ ધમધ્યાન કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ.૮૩૧ ધર્મધ્યાન ચાર પ્રકારે છે. (૧) આજ્ઞાવિચય, (૨) અપાયરિચય, (૩) વિપાકવિચય અને (૪) સંસ્થાનવિજય કહેવાય છે. પ્ર.૮૩૨ આજ્ઞાવિચય ધર્મધ્યાન કોને કહેવાય ? ઉ.૮૩૨ વિતરાગ ભગવંતો છે એ જે આજ્ઞાઓ માટે તે દરેક આજ્ઞાઓનો વિચાર કર્યા કરવો અને તે આજ્ઞાના પરિણામમાં રહ્યા કરવું તે આજ્ઞાવિચય ધર્મધ્યાન કહેવાય છે. પ્ર.૮૩૩ અપાયવિજય ધર્મધ્યાન કોને કહેવાય ? ઉ.૮૩૩ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ ઇત્યાદિ સંસારના અપાયરૂપ છે. અપાય એટલે કષ્ટ વરૂપ દુ:ખરૂપ છે. માટે આ બધાથી સંસારની વૃદ્ધિ થાય છે અને મારે કષ્ટ વેઠવું પડશે ઇત્યાદિ વિચાર કરી અપાય, જેમ બને તેમ ઓછા થાય ઇત્યાદિ વિચાર કરવો તે અપાયરિચય ધર્મધ્યાન કહેવાય. પ્ર.૮૩૪ વિપાકવિચય ધર્મધ્યાન કોને કહેવાય ? ઉ.૮૩૪ રાગદ્વેષાદિ આશ્રવોના કારણે સંસારમાં આવતું જે સુખ અને દુ:ખ છે તે મારા કર્મોના વિપાકનું છે, પણ અનીતિથી ધન પ્રાપ્ત થયું એમ માનવાનું નહિ. મારાં સારા કર્મ હતા માટે મળ્યું છે અને બીજાએ મને દુ:ખ આપ્યું એમ વિચારવાનું નહિ પરંતુ મારા ખરાબ કર્મ કરેલા હશે માટે આવ્યું છે ઇત્યાદિ વિચાર કર્યા કરવા તે વિપાકવિચય ધર્મધ્યાન કહેવાય છે. પ્ર.૮૩૫ સંસ્થાનવિજય ધર્મધ્યાન કોને કહેવાય? ઉ.૮૩૫ આ દુનિયાના કોઇપણ પદાર્થનો દ્રવ્યથી નાશ થતો નથી તેના પર્યાયો બદલાયા કરે છે. એટલે તે દ્રવ્ય એક આકૃતિને મૂકી, બીજી આકૃતિમાં ગોઠવાઇ ગયું પણ તેથી મૂળ દ્રવ્યનો નાશ થાય છે. એમ તો ન જ કહી શકાય. દાખલા તરીકે એક લાંબુ લાકડું છે, તેની પેટી બનાવી, પેટી બની અટલે લાકડાની જે લાંબી આકૃતિ હતી તેનો નાશ થયો. પેટીની ઉત્પત્તિ થઇ અને લાકડું દ્રવ્ય તે તો પેટી બની કાયમ જ રહ્યું. આમ પેટીની ઉત્પત્તિ લાંબા લાકડાની આકૃતિનો નાશ અને લાકડાપણાના દ્રવ્યનું કાયમ રહેવાપણું એમ એક એક વસ્તુ ત્રણ પ્રકારે છે. તેવી જ રીતે આ દુનીયાની સર્વ વસ્તુઓમાં બન્યા કરે છે. માટે જ વસ્તુતઃ દ્રવ્યનો નાશ નથી. ઉપર કહેવામાં આવ્યું છે કે લોક દુનિયા અનાદિ અનંત છે. આદિ અંત વિનાની છે એનો એજ આશય છે કે દરેક વસ્તુઓમાં ઉત્પત્તિ-સ્થિતિ અને નાશ એ ત્રણ બદલાયા કરે છે અને તેથી કોઇ વસ્તુની સર્વથા આદિ (ઉત્પત્તિ અને સર્વથા વિનાશ કહી શકાય નહિ. આ ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યયરૂપ લોક-લોકની આકૃતિનું એટલે તેમાં રહેલ પદાર્થનું ચિંતન કરવું અને પર વસ્તુથી આત્મા Page 87 of 106 Page #88 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યને વ્યાવ્રત કરી તેમાં નિમગ્ન થવું તે સંસ્થાનવિજય ધર્મધ્યાન કહેવાય છે. પ્ર.૮૩૬ આચાર ધર્મધ્યાનના ભેદો કયા ગુણઠાણે પ્રાપ્ત થાય છે ? ઉ.૮૩૬ આ ધર્મધ્યાનના ચાર ભેદમાંથી કોઇપણ ભેદ સાતમાં ગુણઠાણે પ્રાપ્ત થાય છે. પ્ર.૮૩૭ ૧ થી ૬ ગુણઠાણામાં ધર્મધ્યાનમાં કોઇ ભેદ હોય કે ન હોય ? શાથી ? ઉ.૮૩૭ પહેલા ગુણઠાણે ધર્મધ્યાનનો કોઇભેદ હોતો નથી. અભવ્ય જીવો નિરતિચાર ચારિત્ર પાળે. તો પણ ધર્મધ્યાન પેદા થતું નથી તથા નવ પૂર્વ સુધી અભ્યાસ કરે તો પણ પેદા થતું નથી. પરંતુ પહેલા ગુણઠાણે મોક્ષની ઇચ્છાથી જે ધર્મ કરવામાં આવે તો ધર્મધ્યાનના સંકલ્પો વિકલ્પો કરી શકે છે પણ ચિત્તની. એકાગ્રતા રૂપ ધ્યાન પેદા થઇ શકતું નથી. આજ રીતે ચોથા અને છઠ્ઠા ગુણઠાણા સુધી જાણવું. પ્ર.૮૩૮ શુક્લધ્યાનના કેટલા ભેદો છે ? કયા કયા ? ઉ.૮૩૮ શુક્લધ્યાનમાં ચાર ભેદો કહેલા છે. (૧) પૃથત્વ વિતર્ક સવિચાર, (૨) એકત્વ વિર્તક સવિચાર, (૩) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી અને (૪) વ્યુપરત ક્રિયા અનિવૃત્તિરૂપ છે. પ્ર.૮૩૯ પૃથકત્વ વિર્તક સવિચાર કોને કહેવાય ? ઉ.૮૩૯ પૃથકત્વ એટલે દ્રવ્ય ગુણ અને પર્યાયના વિચારમાં રહેલો આત્મા તે અન્ય કોઇપણ દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચારવાળો થાય તે પૃથત્વ કહેવાય છે. તે પૂર્વવત્ શ્રુતના ઉપયોગવાળા હોય તે જીવોને હોય છે માટે વિર્તક કહેવાય છે. અને તે એક અર્થથી બીજા અર્થમાં, એક યોગથી બીજા યોગમાં અને એક શબ્દથી બીજા શબ્દમાં, શબ્દમાંથી અર્થમાં, અર્થમાંથી શબ્દનો વિચાર કર્યા કરવો એટલે અર્થમાં અને શબ્દમાં ફરી થવી તે વિચાર કહેવાય છે અથવા સામાન્ય રીતે અર્થ આ રીતે થાય છે કે કોઇપણ જીવ આ ધ્યાનવાળો હોય છે. તેમાં જ દ્રવ્ય ગુણ પર્યાયના વિચારમાં રહેલો હોય તે વિચારોમાં ફરી થયા કરે તે પૃથકત્વ વિર્તક સવિચાર છે. પ્ર.૮૪૦ એકત્વ વિર્તક સુવિચાર ધ્યાન કોને કહેવાય ? ઉ.૮૪૦ જે દ્રવ્યના ચિંતનમાં, ગુણના ચિંતનમાં કે પર્યાયના ચિંતનમાં રહેલા હોય તેજ દ્રવ્યના ચિંતનમાં કે ગુણના ચિંતનમાં અને પર્યાયના ચિંતનમાં રહે પણ તેમાં ફરી ન થાય તે એકત્વ વિર્તક સવિચાર કહેવાય છે. પ્ર.૮૪૧ સૂક્ષ્મક્રિયા નિવૃત્તિ ધ્યાન કોને કહેવાય છે? ઉ.૮૪૧ તેરમા એટલે સયોગી ગુણઠાણાના અંતે સૂક્ષ્મકાય યોગનો વિરોધ કરવાની જે પ્રવૃત્તિ ચાલે. છે તે વખતે આ ધ્યાન કહેવાય છે. તે કાય યોગનો નિરોધ થાય એટલે આ ધ્યાન પૂર્ણતાને પામે છે. પ્ર.૮૪૨ બુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ કોને કહેવાય છે ? ઉ.૮૪૨ સૂક્ષ્મ કાયયોગ સંધ્યા પછી જે અક્રીયપણું પેદા થાય છે અને આ અક્રિયપણામાંથી હવે પાછા ક્રવાનું નહિ હોવાથી આ યુરિચ્છન્ન ક્રિયા અપ્રતિપાતી ધ્યાન કહેવાય છે. પ્ર.૮૪૩ શુક્લ ધ્યાનનો પહેલો ભેદ કેટલા ગુણઠાણામાં હોય છે ? ઉ.૮૪૩ શુક્લ ધ્યાનનો પહેલો ભેદ ૮ થી ૧૧ ગુણઠાણા સુધી હોય છે. પ્ર.૮૪૪ શુક્લ ધ્યાનનો બીજો ભેદ કયા ગુણઠાણે હોય છે ? ઉ.૮૪૪ આ ભેદ બારમે ગુણઠાણે હોય છે. પ્ર.૮૪૫ શુક્લ ધ્યાનનો ત્રીજો ભેદ કયાં ગુણઠાણે હોય છે ? ઉ.૮૪૫ શુક્લ ધ્યાનનો ત્રીજો ભેદ તેરમાં ગુણઠાણે હોય છે. Page 88 of 106 Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૮૪૬ શુક્લ યાનનો છેલ્લો ભેદ ક્યા ગુણઠાણે હોય છે ? ઉ.૮૪૬ શુક્લ ધ્યાનનો ચોથો ભેદ ચૌદમાં ગુણઠાણે હોય છે. પ્ર.૮૪૭ કાયોત્સર્ગ તપ કોને કહેવાય ? ઉ.૮૪૭ કાયાના વ્યાપારનો ત્યાગ કરવો તે કાયોત્સર્ગ તપ કહેવાય છે. પ્ર૭/૧ કાયોત્સર્ગ તપ કેટલા પ્રકારે છે ? ઉ૮૭૧ કાયોત્સર્ગ તપ બે પ્રકારે છે. (૧) દ્રવ્યોત્સગ, (૨) ભાવોત્સર્ગ. પ્ર.૮૪૮ દ્રવ્યોત્સર્ગ કેટલા પ્રકારે છે ? ઉ.૮૪૮ દ્રવ્યોત્સર્ગ ચાર પ્રકારે કહ્યો છે. (૧) ગુણોત્સર્ગ, (૨) કાયોત્સર્ગ, (૩) ઉપધિ ઉત્સર્ગ અને (૪) અશુદ્ધ ભક્ત પાનોત્સર્ગ આ ચાર કહેવાય છે. પ્ર.૮૪૯ દ્રવ્ય કાયોત્સર્ગના ભેદો સમજાવો. પ્ર.૮૪૯ ગચ્છનો ત્યાગ કરી જિનકલ્પ આદિનો સ્વીકાર કરવો તે ગુણોત્સર્ગ કહેવાય છે. અનશનાદિક વ્રત લઇને કાયાનો ત્યાગ કરવો તે કાયોત્સર્ગ કહેવાય છે. કલ્પ વિશેષ સામાચારી પ્રમાણે ઉપધિનો ત્યાગ કરવો તે ઉપધિ ઉત્સર્ગ કહેવાય છે અને અશુદ્ધ આહારનો ત્યાગ કરવોતે ચોથો કહેવાય છે. પ્ર.૮૫૦ ભાવોત્સર્ગ કેટલા પ્રકારનો છે ? ઉ.૮૫૦ ભાવોત્સર્ગ ત્રણ પ્રકારનો છે. (૧) કષાયોત્સર્ગ, (૨) ભવોત્સર્ગ અને (૩) કર્મોત્સર્ગ. પ્ર.૮૫૧ ભાવોત્સર્ગના ભેદો સમજાવો ? ઉ.૮૫૧ કષાયોનો ત્યાગ કરવો તે કષાયોત્સર્ગ. ભવના કારણભુત મિથ્યાત્વાદિ હેતુઓ તેનો ત્યાગ કરવો તે ભાવોત્સર્ગ કહેવાય છે અને જ્ઞાનાવરણીયનો ત્યાગ કરવો તે કાયોત્સર્ગ કહેવાય છે. આ રીતે નિર્જરાતત્ત્વ પૂર્ણ થયું. - હવે બંધ તત્ત્વ કહેવાય છે. पयइ सहावोवुत्तो, ठिइ काला वहारणं, अणुभागो रसोणेओ, पाएसो दल-संचओ ||३७|| ભાવાર્થ :- પ્રકૃતિ સ્વભાવે કહ્યો છે. કાળનો નિશ્વય તે સ્થિતિ કહેવાય છે. અનુભાગ તે રસ અને કર્મ દલિયાનો સમુદાય તે પ્રદેશ કહેવાય છે. પ્ર.૮૫૨ પ્રકૃતિ બંધ કોને કહેવાય ? ઉ.૮૫૨ પ્રકૃતિ એટલે સ્વભાવ, કામણ વર્ગણાના પુદ્ગલોનો આત્માની સાથે સંબંધ થવો તે બંધ કહેવાય છે. અને તે પુદ્ગલોમાંથી કેટલાક પુદ્ગલો જ્ઞાનને આવરે છે, કેટલાક પુદ્ગલો દર્શનને આવરે છે ઇત્યાદિ જુદા જુદા ભેદવાળા બંધાય છે તે તેનો સ્વભાવ કહેવાય છે. પ્ર.૮૫૩ સ્થિતિ બંધ કોને કહેવાય ? ઉ.૮૫૩ જે સમયે કર્મ બંધાય છે. તે જ સમયે અમૂક કાળ સુધી આત્મ પ્રદેશોની સાથે રહેશે. આ કર્મ અમુક કાળ સુધી રહેશે ઇત્યાદિ જે કાળનું નિયમન તે સ્થિતિબંધ. પ્ર.૮૫૪ અનુભાગ બંધ કોને કહેવાય છે ? ઉ.૮૫૪ જે સમયે જે કર્મ બંધાય છે તે કર્મનું ફળ જીવને શુભ અથવા અશુભપણાએ શું પ્રાપ્ત થશે ? તે શુભાશુભપરાએ નિયત કરવું તે રસ બંધ કહેવાય છે. Page 89 of 106 Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૮૫૫ પ્રદેશબંધ કોને કહેવાય ? ઉ.૮૫૫ સમયે સમયે કર્મ બંધાય છે તેમાં કોઇ કર્મના દલીકો ઓછા બંધાય, કોઇ કર્મના દલીકો અધિક બંધાય ઇત્યાદિ દલિયામાં ઓછા-વધારે એ જે પ્રાપ્ત થાય તે પ્રદેશબંધ કહેવાય છે. પ્ર.૮૫૬ પુણ્ય પ્રકૃતિનો મંદ રસ શી રીતે બંધાય છે ? ઉ.૮૫૬ પુણ્ય પ્રકૃતિઓનો જઘન્ય રસ સંકલેશ વડે બંધાય છે. પ્ર.૮૫૭ સંકલેશ કોને કહેવાય છે ? ઉ.૮૫૭ તીવ્રકષાયનો ઉદય હોય તે સંકલેશ વડે બંધાય છે. પ્ર.૮૫૮ પુણ્ય પ્રકૃતિઓનો તીવ્ર રસ શેના વડે બંધાય છે ? ઉ.૮૫૮ પુણ્ય પ્રકૃતિઓનો તીવ્ર રસ આત્માની વિશુદ્ધિ વડે બંધાય છે. પ્ર.૮૫૯ પાપપ્રકૃતિઓનો જઘન્ય રસ શી રીતે બંધાય છે ? ઉ.૮૫૯ પાપપ્રકૃતિઓનો જઘન્ય રસ વિશુધ્ધિ વડે બંધાય છે. પ્ર.૮૬૦ પાપ પ્રકૃતિઓનો તીવ્ર રસ શી રીતે બંધાય છે ? ઉ.૮૬૦ પાપ પ્રકૃતિઓનો તીવ્ર રસ અંકલેશ વડે બંધાય છે. પ્ર.૮૬૧ અનંતાનુબંધી કષાય વડે પુણ્ય પ્રકૃતિઓનો રસ કેટલાક સ્થાનિક બંધાય છે ? ઉ.૮૬૧ અનંતાનુબંધી કષાય વડે પુણ્ય પ્રકૃતિઓનો બે સ્થાનિક રસ બંધાય છે. પ્ર.૮૬૨ અનંતાનુબંધી કષાય વડે પાપ પ્રકૃતિઓનો રસ કેટલા સ્થાનિક બંધાય છે ? ઉ.૮૬૨ અનંતાનુબંધી કષાય વડે પાપ પ્રકૃતિઓનો ચાર સ્થાનિક રસ બંધાય છે. પ્ર.૮૬૩ અપ્રત્યાખ્યાનીય કષાય વડે પુણ્ય પ્રકૃતિનો રસ કેટલા સ્થાનિક બંધાય છે ? ઉ.૮૬૩ અપ્રત્યાખ્યાનીય કષાય વડે પુણ્ય પ્રકૃતિઓનો ત્રણ સ્થાનિક રસ બંધાય છે. પ્ર.૮૬૪ અપ્રત્યાખ્યાનીય કષાય વડે પાપ પ્રકૃતિઓનો કેટલા સ્થાનિક રસ બંધાય છે ? ઉ.૮૬૪ અપ્રત્યાખ્યાનીય કષાય વડે પાપ પ્રકૃતિઓનો ત્રણ સ્થાનીક રસ બંધાય છે. પ્ર.૮૬૫ પ્રત્યાખ્યાનીય કષાય વડે પુણ્ય પ્રકૃતિઓનો રસ કેટલાક સ્થાનીક પ્રમાણ બંધાય છે ઉ.૮૬૫ પ્રત્યાખ્યાનીય કષાય વડે પુણ્ય પ્રકૃતિઓનો રસ ચાર સ્થાનીક (ઠાણીયા) પ્રમાણ બંધાયા પ્ર.૮૬૬ પ્રત્યાખ્યાનીય કષાય દ્વારા પાપ પ્રકૃતિઓનો રસ કેટલો સ્થાનીક બંધાય છે ? ઉ.૮૬૬ પ્રત્યાખ્યાનીય કષાય દ્વારા પાપ પ્રકૃતિઓનો રસ બે સ્થાનીક (ઠાણીયા) પ્રમાણ બંધાય છે. પ્ર.૮૬૭ સંજ્વલન કષાય દ્વારા પુણ્ય પ્રકૃતિઓનો કેટલા (ઠાણીયા) પ્રમાણ રસ બંધાય છે ? ઉ.૮૬૭ સંજવલન કષાય દ્વારા પુણ્ય પ્રકૃતિઓનો ચાર સ્થાનીક (ઠાણીયા) પ્રમાણ રસ બંધાય છે. પ્ર.૮૬૮ સંજ્વલન કષાય દ્વારા પાપ પ્રકૃતિઓનો રસ કેટલા સ્થાનીક બંધાય છે ? ઉ.૮૬૮ સંજ્વલન કષાય દ્વારા પાપ પ્રકૃતિઓનો એક સ્થાનીક યા બે સ્થાનીક રસ બંધાય છે. પ્ર.૮૬૯ અશુભ પ્રકૃતિઓનો રસ કોના સરખો કહેલો છે અને તે કેવો હોય છે? ઉ.૮૬૯ અશુભ પ્રકૃતિઓનો રસ કડવા લીંબડા સરખો હોય છે અને તે જીવને પીડા કરનારો થાય પ્ર.૮૭૦ શુભ પ્રકૃતિઓનો રસ કોના સરખો હોય અને તે જીવને કેવા પ્રકારનો લાગે છે ? Page 90 of 106 Page #91 -------------------------------------------------------------------------- ________________ ઉ.૮૭૦ શુભ પ્રવૃતિઓનો રસ શેલડીના રસ સરખો મધુર હોય છે અને તે જીવને આલ્હાદકારી હોય છે એટલે સુખ ઉપજાવનારો થાય છે. પ્ર.૮૭૧ એક સ્થાનીક, બે સ્થાનીક, ત્રણ સ્થાનીક અને ચાર સ્થાનીક રસ કોને કહેવાય છે ઉ.૮૭૧ દાખલા તરીકે લીંબડાનો અથવા શેલડીનો જે સ્વાભાવિક ત્રણ શર રસ તે એક સ્થાનીક કહેવાય છે. તેને ઉકાળીને ૧ી શેર રાખીયે તે બે સ્થાનીક રસ કહેવાય છે. તેને ઉકાળીને એક શેર બાકી. રાખીએ તે ત્રણ સ્થાનીક રસ કહેવાય છે અને તેને એટલે ત્રણ શેરને ઉકાળીને ૦|| શેર જેટલો બનાવીએ તે રસને ચાર સ્થાનીક રસ કહેવાય છે. એક સ્થાનીક રસ મદ કહેવાય છે, બે સ્થાનીક તેનાથી તીવ્ર કહેવાય છે, ત્રણ સ્થાનીક તીવ્રતર કહેવાય છે અને ચાર સ્થાનીક રસ તીવ્રતમ કહેવાય છે. પ્ર.૮૭૨ લોકમાં ગ્રહણ યોગ્ય વર્ગણાઓ કેટલી છે ? કઇ કઇ ? ઉ.૮૭૨ લોકમાં ગ્રહણ યોગ્ય વર્ગણાઓ આઠ છે. (૧) દારિક વર્ગણા, (૨) વેક્રીય વર્ગણા, (૩) આહારક વર્ગણા, (૪) તેજસ વર્ગણા, (૫) શ્વાસોશ્વાસ વર્ગણા, (૬) ભાષા વર્ગણા, (૭) મન વર્ગણા અને (૮) કામણ વર્ગણા છે. पङपडिहार-सिमज्ज, हड-चित्त-कुलाल भंडगारीणं, जह एएसिं भावा, कम्माण-विजाण तह भावा. ||३८।। ભાવાર્થ :- એ કર્મોના-પાટો, દ્વારપાળ, ખડગ, મદિરા, બેડી, ચિતારો, કુંભાર અને ભંડારીના જેવા સ્વભાવો છે. તેવા આઠ કર્મોના સ્વભાવો પણ જાણવા. ll૩૮ll પ્ર.૮૭૩ જ્ઞાનાવરણીય કર્મનો સ્વભાવ શું છે ? તથા જ્ઞાનાવરણીય કર્મ કોના જેવું કહેલું છે ઉ.૮૭૩ જ્ઞાનાવરણીય કર્મનો સ્વભાવ જીવનો જે જ્ઞાનગુણ છે તેને આવરવાનો છે એટલે દબાવવાનો છે તથા જ્ઞાનાવરણીય કર્મ આંખે બાંધેલા પાટા સમાન કહેલું છે. જેમ આંખે જેવું કપડું બાંધવામાં આવે તે રીતે આછું આછું દેખાય છે, પછી બીલકુલ દેખાતું નથી. તેમ આત્મા ઉપર જ્ઞાનાવરણીયા કર્મનો ગાઢ ઉદય હોય તો સ્થૂલ જ્ઞાન અવરાઇ જાય છે. પ્ર.૮૭૪ જ્ઞાનાવરણીય કર્મથી જીવનો કયો ગુણ અવરાય છે ? ઉ.૮૭૪ જ્ઞાનાવરણીય કર્મથી જીવનો અનંત જ્ઞાનગુણ રૂપ જે કેવલજ્ઞાન છે તે અવરાય છે. પ્ર.૮૭૫ દર્શનાવરણીય કર્મનો સ્વભાવ શું છે તથા તે કર્મ કોના જેવું છે ? ઉ.૮૭૫ દર્શનાવરણીય કર્મનો સ્વભાવ જીવના દર્શન ગુણને રોકે છે અને આ કર્મ દ્વારપાલ જેવું કહેલું છે. જેમ કોઇ માનવને રાજાના દર્શન કરવા હોય અને દ્વારપાલ ના પાડે તો દર્શન થતા નથી તેમ દર્શનાવરણીય કર્મના ઉદયથી જીવ દેખી શકતો નથી, પ્ર. ૮૭૬ દર્શનાવરણીય કર્મ આત્માના કયા ગુણને આવરે છે ? ઉ.૮૭૬ દર્શનાવરણીય કર્મથી જીવનો અનંત દર્શન ગુણ અવરાય છે. પ્ર.૮૭૭ વેદનીય કર્મનો સ્વભાવ શું છે ? તથા તે કોની ઉપમાવાળું કહેલું છે ? ઉ.૮૭૭ વેદનીય કર્મનો સ્વભાવ જીવને સુખ અને દુઃખ આપવાનો છે અને તે મધથી લેપાયેલી તલવારની ધારને ચાટવા સમાન કહેલું છે. જેમ તલવારની ધાર પર રહેલા મધને ચાટતાં જીવને સુખનો અનુભવ થાય છે અને જીભ કપાય છે કે તરત જ અશાતા વેદનીય રૂપ દુ:ખનો અનુભવ થાય છે તેમ શાતા Page 91 of 106 Page #92 -------------------------------------------------------------------------- ________________ વેદનીયને અનુભવતાં પરિણામે અતિશય અશાતા વેદનીયને અનુભવવી પડે છે. પ્ર.૮૭૮ વેદનીય કર્મથી જીવનો કયો ગુણ અવરાય છે ? ઉ.૮૭૮ વેદનીય કર્મ જીવનો અવ્યાબાધ સુખ રૂપ જે ગુણ છે તેને રોકે છે, અનંત સુખ ગુણને રોકે છે. પ્ર.૮૭૯ અવ્યાબાધ સુખ કેવા પ્રકારનું હોય છે ? ઉ.૮૭૯ જેમ અહીંયા કોઇપણ સુખનો અનુભવ કરતા જેવા પ્રકારની તૃપ્તિ થાય છે તેવી વૃતિ સદા. માટેની ત્યાં રહેલી હોય છે. પ્ર.૮૮૦ મોહનીય કર્મ કોના સરખું કહેલું છે ? ઉ.૮૮૦ મોહનીય કર્મ મદિરા સરખું કહેલું છે. જેમ મદિરા પીધેલો માણસ હિતાહિતન જાણતો નથી તેમ મોહનીય કર્મના ઉદયથી જીવ હિતાહિતને જાણતો નથી, તેને લઇને ધર્મ-અધર્મ જાણતો નથી અને પાળી શકતો નથી. પ્ર.૮૮૧ મોહનીય કર્મના ઉદયથી જીવનો કયો ગુણ અવરાય છે ? ઉ.૮૮૧ મોહનીય કર્મના ઉદયથી જીવનો અનંત ચારિત્ર ગુણ અવરાય છે. પ્ર.૮૮૨ આયુષ્ય કર્મ કોના સરખું કહેલું છે ? ઉ.૮૮૨ આયુષ્ય કર્મ બેડી કર્મ માનેલું છે. જેમ બેડીમાં પડેલો માણસ જ્યાં સુધી બેડીમાં રહે ત્યાં સુધી બહાર નીકળી શકતો નથી તેમ આયુષ્ય કર્મના ઉદયથી જે ગતિમાં જીવ હોય તે ગતિમાં રહે છે. પ્ર.૮૮૩ આયુષ્ય કર્મથી જીવનો કયો ગુણ અવરાય છે ? ઉ.૮૮૩ આયુષ્ય કર્મના ઉદયથી જીવનો અક્ષય સ્થિતિરૂપ ગુણ અવરાય છે. પ્ર.૮૮૪ નામકર્મ કોના સરખું કહેલું છે ? ઉ.૮૮૪ નામકર્મ ચિત્રકાર સરખું કહેલું છે. જેમ ચિત્રકાર સારંનરસું ગમે તેવું ચિત્ર બનાવે છે તેમ નામકર્મના ઉદયથી જીવને અનેક રૂપો પેદા થઇ શકે છે. પ્ર.૮૮૫ નામકર્મથી આત્માનો કયો ગુણ અવરાય છે ? ઉ.૮૮૫ નામકર્મના ઉદયથી જીવનો અરૂપીપણાનો ગુણ જે છે તે રોકાય છે. પ્ર.૮૮૬ ગોત્રકર્મ કોના સરખું કહેલું છે ? ઉ.૮૮૬ ગોત્રકર્મ કુંભાર સરખું કહેલું છે. જેમ કુંભાર ખરાબ અને સારા ઘડા બનાવે છે, તેમ તે જીવને સારૂં કુળ, ખરાબ કુળ, ઇત્યાદિ જે મળે છે તે ગોત્રકર્મના ઉદયથી મલે છે પ્ર.૮૮૭ ગોત્રકર્મથી જીવનો કયો ગુણ અવરાય છે ? ઉ.૮૮૭ ગોત્રકર્મના ઉદયથી જીવનો અગરૂ-લઘુ ગુણ અવરાય છે. પ્ર.૮૮૮ અંતરાય કર્મ કોના સરખું કહેલું છે ? ઉ.૮૮૮ અંતરાય કર્મ ભંડારી સરખું છે. જેમ રાજા દાન આપવાના સ્વભાવવાળો હોય પણ ભંડારી પ્રતિકુળ હોય તો દઇ શકતો નથી તેમ જીવને અંતરાય કર્મના ઉદયથી દાનાદિ ગુણ પેદા થઇ શકતો નથી. પ્ર.૮૮૯ અંતરાય કર્મથી જીવનો કયો ગુણ અવરાય છે ? ઉ.૮૮૯ અંતરાય કર્મના ઉદયથી જીવનો અનંતવીર્ય નામનો ગુણ અવરાય છે. હદના-હંસા-વર, વેચ-મોદી-નામ ગોયાણી, विग्धं च पण नवदु अट्ठवीस चउ तिसय दुपण विहं. ||३९।। Page 92 of 106 Page #93 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ :- જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મ છે. અનુક્રમે પાંચ, નવ, બે, અઠ્ઠાવીસ, ચાર, એકસો ત્રણ, બે અને પાંચ એમ કુલ ૧૫૮ પ્રકૃતિઓ થાય છે. પ્ર૮૯૦ કર્મો કેટલા છે ? કયા કયા ? ઉ.૮૯૦ કર્મો આઠ છે, તે આ પ્રમાણે. (૧) જ્ઞાનાવરણીય કર્મ, (૨) દર્શનાવરણીય કર્મ, (૩) વેદનીય કર્મ, (૪) મોહનીય કર્મ, (૫) આયુષ્ય કર્મ, (૬) નામ કર્મ, (૭) ગોત્ર કર્મ, (૮) અંતરાય કર્મ. પ્ર.૮૯૧ આઠ કર્મની ઉત્તર પ્રવૃતિઓ કેટલી થાય છે ? ઉ.૮૯૧ આઠ કર્મની ઉત્તર પ્રકૃતિ ૧૫૮ છે. જ્ઞાનાવરણીય કર્મની ૫, દર્શનાવરણીય કર્મની ૯, વેદનીય કર્મની ૨, મોહનીય કર્મની ૨૮, આયુષ્ય કર્મની ૪, નામ કર્મની ૧૦૩, ગોત્રની ૨ અને અંતરાયા કર્મની ૫ એમ ૧૫૮ થાય છે. नाणेअदंराणा वरणे, वेयणिए चेव अंतराओ अ, तीसं कोडा कोडी अयराणं ठिइ अ उक्कोसा. ||४|| ભાવાર્થ :- જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ કહેલી છે. પ્ર.૮૯૨ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી કહેલી છે ? ઉ.૮૯૨ જ્ઞાનાવરણીય આદિ ઉપર કહેલા ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડા કોડી સાગરોપમ કહેલી છે. પ્ર.૮૯૩ દરેક કર્મનો અબાધા કાળ કેટલો કહેલો છે ? ઉ.૮૯૩ દરેક કર્મનો અબાધા કાળ (અનુદય અવસ્થા) એક કોડાકોડી સાગરોપમની સ્થિતિએ ૧૦૦ વર્ષની અબાધા જાણવી એ રીતે દરેક કર્મોની જાણી લેવી. પ્ર.૮૯૪ જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો અબાધા કાળ કેટલો હોય છે ? ઉ.૮૯૪ જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો અબાધાકાળ ત્રણ હજાર વરસનો કહેલો છે. અર્થાત જે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાયેલી હોય તે પણ ત્રણ હજાર વરસ પછી ઉદયમાં આવે છે. सित्तरी कोडाकोडी मोहणीये वीसनाम गोओस, तित्तीसं अयराई आउट्ठिइबंध उक्कोसा ।।४१|| ભાવાર્થ :- મોહનીયની ૭૦ કોડાકોડી, નામ અને ગોત્રની ૨૦ કોડાકોડી, અને આયુષ્યની ૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલી છે. પ્ર.૮૯૫ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે ? ઉ.૮૫ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમની કહેલી છે. પ્ર.૮૯૬ મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ અબાધાકાળ કેટલો ? ઉ.૮૯૬ મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ અબાધા કાળ સાત હજાર વરસનો હોય છે. અર્થાત ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી હોય તે કર્મ સાત હજાર વરસ પછી ઉદયમાં આવે છે. પ્ર.૮૯૭ નામ તથા ગોત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી ? ઉ.૮૯૭ નામ તથા ગાત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની કહેલી છે. Page 93 of 106 Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૮૯૮ નામ તથા ગોત્રનો ઉત્કૃષ્ટ અબાધાકાળ કેટલો થાય ? ઉ.૮૯૮ નામગોત્રનો ઉત્કૃષ્ટ અબાધાકાળ બે હજાર વર્ષનો થાય છે. પ્ર.૮૯૯ આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે ? ઉ.૮૯૯ આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે. પ્ર.૯૦૦ આયુષ્ય કર્મનો અબાધા કાળ કેટલો ? ઉ.૯૦૦ આયુષ્ય કર્મનો અબાધા કાળના ચાર ભાગો થાય છે તે આ પ્રમાણે. (૧) જઘન્ય સ્થિતિ બંધમાં જઘન્ય અબાધા કાળ,(૨) જઘન્ય સ્થિતિ બંધમાં ઉત્કૃષ્ટ અબાધાકાળ, (૩) ઉત્કૃષ્ટ સ્થિતિ બંધમાં જઘન્ય અબાધાકાળ અને (૪) ઉત્કૃષ્ટ સ્થિતિ બંધમાં ઉત્કૃષ્ટ અબાધાકાળ. પ્ર.૯૦૧ જઘન્ય સ્થિતિ બંધમાં જઘન્ય અબાધાકાળ કઇ રીતે જાણવો ? ઉ.૯૦૧ મૃત્યુના છેલ્લા અંતમુહૂર્ત કાળમાં કોઇપણ જીવે જઘન્ય આયુષ્યનો બંધ કર્યો હોય તો તે અંતમુહૂર્ત બાદ અવશ્ય ઉદયમાં આવે છે તેનો સર્વ જઘન્ય અબાધાકાળ થયો કહેવાય. પ્ર.૯૦૨ જઘન્ય સ્થિતિ બંધમાં ઉત્કૃષ્ટ અબાધાકાળ કઇ રીતે જાણવો ? | ઉ.૯૦૨ અંતમુહૂર્તનું આયુષ્ય કોઇપણ જીવે પોતાના આયુષ્યના ત્રીજા ભાગે બાંધ્યું હોય તે ઉત્કૃષ્ટ અબાધાકાળ કહેવાય છે. પૂર્વ ક્રોડ વરસનો ત્રીજો ભાગ તે ઉત્કૃષ્ટ અબાધા કહેવાય છે. પ્ર.૯૦૩ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધમાં જઘન્ય અબાધાકાળ કઇ રીતે જાણવો ? ઉ.૯૦૩ છેલ્લા અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ આયુષ્યનો બંધ કરે તે જીવને અંતમુહૂર્ત પછી અવશ્ય ઉદયમાં આવે છે તે તેનો જઘન્ય અબાધા કહેવાય છે. પ્ર.૯૦૪ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધમાં ઉત્કૃષ્ટ અબાધા કઇ રીતે જાણવો ? ઉ.૯૦૪ પૂર્વ ફ્રોડ વરસના આયુષ્યવાળા જીવો પોતાના ત્રીજા ભાગે ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુષ્ય બાધે ત્યારે તે ઉત્કૃષ્ટ અબાધાકાળ પ્રાપ્ત થાય છે. વારસ મુહુત હિન્ની, વેચાણ 3નામ મોખરનું, સેસાઇia [d, Dયં વંઘ-દિ-મvi. Il૪શા ભાવાર્થ - વેદનીયની-૧૨ મુહૂર્ત નામ અને ગોત્રની ૮ મુહૂર્ત બાકીના કર્મોની અંતમુહૂર્ત જઘન્યા સ્થિતિ કહેલી છે. પ્ર.૯૦૫ વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ કેટલી છે ? ઉ.૯૦૫ વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની છે. પ્ર.૯૦૬ નામ અને ગોત્ર કર્મની જઘન્ય સ્થિતિ કેટલી કહેલી છે ? ઉ.૯૦૬ નામ અને ગોત્ર કર્મની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની કહેલી છે. પ્ર.૯૦૭ બાકીના કર્મોની જઘન્ય સ્થિતિ કેટલી કહેલી છે ? ઉ.૯૦૭ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, આયુષ્ય અને અંતરાય કર્મની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્તની કહેલી છે. આ રીતે બંધ તત્ત્વ પૂર્ણ થયું. હવે મોક્ષતત્વ કહેવાય છે. संत-पय-परुवणया, दव्व-पमाणंच खित्त फुसणाय, कालोअ अंतरं भाग, भावे अप्पा बहुं चव ।।४।। ભાવાર્થ :- સત્પદ પ્રરૂપણા, દ્રવ્ય પ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, અંતર, ભાગ, ભાવ અને અલ્પા Page 94 of 106 Page #95 -------------------------------------------------------------------------- ________________ બહુત્વ. આ નવપદ વડે મોક્ષતત્ત્વનો વિચાર કરાય છે. પ્ર.૯૦૮ સત્પદ પ્રરૂપણા એટલે શું ? ઉ.૯૦૮ મોક્ષ અથવા સિધ્ધસત એટલે વિધમાન છે કે નહિ ? તે સંબંધી પ્રતિપાદન કરવું તે સત્પદ પ્રરૂપણા કહવાય છે. પ્ર.૯૦૯ દ્રવ્ય પ્રમાણ કોને કહેવાય ? ઉ.૯૦૯ સિધ્ધના જીવો કેટલા છે ? તે સંબંધી સંખ્યાનો વિચાર કરવો તે દ્રવ્ય પ્રમાણમાં જાય છે. પ્ર.૯૧૦ ક્ષેત્રદ્વાર એટલે શું ? ઉ.૯૧૦ ચોદ રાજલોક પ્રમાણ ક્ષેત્રમાંથી સિધ્ધના જીવો કેટલા ક્ષેત્રમાં રહેલા છે તેનો વિચાર કરવો. પ્ર.૯૧૧ સ્પશના દ્વાર કોને કહેવાય ? ઉ.૯૧૧ સિધ્ધના જીવો કેટલા આકાશ પ્રદેશને સ્પર્શીને રહેલા છે તથા સિધ્ધના જીવો કેટલા. સિધ્ધના જીવોને સ્પર્શે છે તેનો વિચાર કરવો તે સ્પર્શના દ્વાર કહેવાય છે. પ્ર.૯૧૨ કાલદ્વારમાં શું આવે છે ? ઉ.૯૧૨ સિધ્ધપણે કેટલા કાળ સુધી રહે તેનો વિચાર કરવો તે કાલદ્વાર કહેવાય છે. પ્ર.૯૧૩ અંતરદ્વાર કોને કહેવાય ? ઉ.૯૧૩ સિધ્ધમાં ગયેલા જીવને આંતરું છે કે નહિ ? અર્થાત સિધ્ધ થયા પછી સંસારી કેટલા કાળે થાય તેનો વિચાર કરવો તે અંતર દ્વાર કહેવાય છે. પ્ર.૯૧૪ ભાગદ્વાર કોને કહેવાય ? ઉ.૯૧૪ સિધ્ધના જીવો સંસારી જીવોથી કેટલામાં ભાગે રહેલા છે તે વિચારવું તે ભાગદ્વાર. પ્ર.૯૧૫ ભાવ દ્વાર કોને કહેવાય ? ઉ.૯૧૫ ઉપશમ આદિ પાંચ ભાવોમાંથી સિધ્ધના જીવોને કેટલા ભાવો હોય છે તેનો વિચાર કરવો પ્ર.૯૧૬ અલ્પ બહુવ દ્વાર કોને કહેવાય ? ઉ.૯૧૬ સિધ્ધ થવાના નવ ભેદો છે. તેમાંથી એક બીજાથી કેટલા ઓછાવત્તા છે તેનો વિચાર કરવો તે અલ્પ બહુવૈદ્વાર કહેવાય છે. संतं-सुद्ध-पयत्ता विज्जंतं ख कुसुमव्व न असंतं, મુonત્ત પયં તસ્સ ડે, રુવUI માપII હિં. ll૪૪ll ભાવાર્થ :- મોક્ષ સત છે, શુધ્ધપદ હોવાથી વિદ્યમાન છે. આકાશના ફ્લની પેઠે અવિધમાન નથી. માટે માક્ષ એ જાતનું પદ છે અને માર્ગણા વડે તેની વિચારણા કરાય છે. પ્ર.૯૧૭ મોક્ષપદ સંત છે તે શી રીતે સિદ્ધ થાય ? ઉ.૯૧૭ મોક્ષ સત છે તે પાંચ અવયવવાળા વાક્યના પ્રયોગથી સિદ્ધ થાય છે. (૧) પ્રતિજ્ઞા, (૨) હેતુ, (૩) ઉદાહરણ, (૪) ઉપનય અને (૫) નિગમન, આ પાંચ વાક્યના પ્રયોગથી સિદ્ધ થાય છે. પ્ર.૯૧૮ પ્રતિજ્ઞા અને હેતુ કોને કહેવાય ? ઉ.૯૧૮ પ્રતિજ્ઞા મોક્ષ સત છે. હેતુ શુધ્ધ એકલા પદના અર્થરૂપ હોવાથી વિદ્યમાન છે. પ્ર.૧૯ ઉદાહરણ, ઉપનય અને નિગમન કઇ રીતે થાય છે ? Page 95 of 106 Page #96 -------------------------------------------------------------------------- ________________ ઉ.૧૯ ઉદાહરણ. જે જે એક પદો હોય તેના અર્થો હોયજ જેમકે ઘોડો, ગાય વિ. એક એક પદા છે માટે તેના પદાર્થો પણ છે. ઉપનય-મોક્ષ એ શુધ્ધ પદ માટે તેનો અર્થ છે. નિગમન તે મોક્ષ પદના અર્થ રૂપ જે પદાર્થ તેજ મોક્ષ કહેવાય છે. પ્ર.૯૨૦ અહિ કિલ્ય, કલ્થ, કપિત્થ, ઇત્યાદિ કલ્પિત એકેક પદવાળા પણ પદાર્થો નથી, તેમ એક એક પદવાળે મોક્ષ પણ નથી એમ માનવામાં શું વાંધો આવે ? ઉ.૯૨૦ જે શબ્દનો અર્થ કે વ્યુત્પત્તિ થઇ શકે તે પદ કહેવાય છે. પણ અર્થ શૂન્ય શબ્દને પદ કહેવાય નહિ. અહિંયા મોક્ષ અથવા સિધ્ધ શબ્દ અર્થ અને વ્યુત્પત્તિ યુક્ત છે માટે પદ કહેવાય છે. જ્યારે ત્યિ અને કલ્થ ઇત્યાદિ શબ્દો અર્થશૂન્ય છે માટે પદ કહેવાય નહિ માટે ત પદવાળી વસ્તુ પણ નથી. જ્યારે મોક્ષ પદોવાળી વસ્તુ જગતમાં વિધમાન છે. માર્ગણાના ભેદથી તેનો વિચાર કરાય છે. गइ इंदिए काए, जोए वेए कसाय नाणे अ, संजम दंसण लेसा, भवसम्मे सन्लि आहारे ।।४।। ભાવાર્થ :- ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, ચારિત્ર, દર્શન, વેશ્યા, ભવ્ય, સખ્યત્વ, સંજ્ઞી અને આહારી. આ ચોદ કુલ માર્ગણાઓ કહેવાય છે. પ્ર.૯૨૧ માર્ગણા કોને કહેવાય ? ઉ.૯૨૧ માર્ગણા એટલે શોધન. જેન શાસ્ત્રમાં કોઇપણ પદાર્થનો વિસ્તારથી વિચાર સમજવાને માટે એટલે કે તે પદાર્થનું સ્વરૂપ શોધવા માટે આ ચૌદ સ્થાના ઉપર ઘટના કરવામાં આવે છે, તે માર્ગણા કહેવાય પ્ર.૯૨૨ મૂલ માર્ગણાઓ કેટલી છે ? કઇ કઇ ? ઉ.૯૨૨ (૧) ગતિ માર્ગણા, (૨) ઇન્દ્રિય માર્ગણા, (૩) કાય માર્ગણા, (૪) યોગ માર્ગણા, (૫) વેદ માર્ગણા, (૬) કષાય માર્ગણા, (૭) જ્ઞાન માર્ગણા, (૮) સંયમ માર્ગણા, (૯) દર્શન માર્ગણા, (૧૦) લેગ્યા. માર્ગણા, (૧૧) ભવ્ય માર્ગણા, (૧૨) સમ્યક્ત્વ માર્ગણા, (૧૩) સન્નિ માર્ગણા, (૧૪) આહારિ માર્ગણા. એમ ઉપર પ્રમાણે ચૌદ માર્ગણાઓ છે. પ્ર.૯૨૩ ગતિમાર્ગણાના ઉત્તર ભેદો કેટલા છે ? ઉ.૯૨૩ ગતિમાર્ગણાના ઉત્તર ભેદ ચાર છે. (૧) દેવગતિ, (૨) મનુષ્યગતિ, (૩) તિર્યંચગતિ અને (૪) નરકગતિ. પ્ર.૯૨૪ ઇન્દ્રિયમાર્ગણાના ઉત્તર ભેદ કેટલા છે ? ઉ.૯૨૪ ઇન્દ્રિય માર્ગણાના ૫ ભેદ છે. (૧) એકેન્દ્રિય, (૨) બેઇન્દ્રિય, (૩) તેઇન્દ્રિય, (૪) ચઉરીન્દ્રિય અને (૫) પંચેન્દ્રિય. પ્ર.૯૨૫ કાયમાર્ગણાના ભેદો કેટલા છે ? ઉ.૯૨૫ કાયમાર્ગણાના છ ભેદો છે. (૧) પૃથ્વીકાય, (૨) અપકાય, (૩) તેઉકાય, (૪) વાયુકાય, (૫) વનસ્પતિકાય અને (૬) ત્રસકાય. આ છ કાયમાર્ગણાના ભેદો છે. પ્ર.૯૨૬ યોગમાર્ગણાના ભેદો કેટલા છે ? ઉ.૯૨૬ યોગમાર્ગણાના ત્રણ ભેદ છે. (૧) મનયોગ, (૨) વચનયોગ, (૩) કાયયોગમાર્ગણા. પ્ર.૯૨૭ વેદમાર્ગણાના કેટલા ભેદ છે ? ઉ.૯૨૭ વેદમાર્ગણાના ત્રણ ભેદ છે. (૧) પુરૂષવેદ, (૨) સ્ત્રીવેદ, (૩) નપુંસકવેદ માર્ગણા. Page 96 of 106 Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૯૨૮ કષાયમાર્ગણાના કેટલા ભેદ છે ? ઉ.૯૨૮ કષાય માર્ગણાના ચાર ભેદ છે. (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લોભ. પ્ર.૯૨૯ જ્ઞાનમાર્ગણાના કેટલા ભેદ છે ? ઉ.૯૨૯ જ્ઞાનમાર્ગણાના આઠ ભેદ છે. (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન, (૫) કેવલજ્ઞાન, (૬) મતિઅજ્ઞાન, (૭) શ્રતઅજ્ઞાન અને (૮) વિર્ભાગજ્ઞાન. પ્ર.૯૩૦ સંયમમાર્ગણાના કેટલા ભેદ છે ? ઉ.૯૩૦ સંયમમાર્ગણાના સાત ભેદ છે. (૧) સામાયિક સંયમ, (૨) છેદોસ્થાપનીય ચારિત્ર, (૩) પરિહાર વિશુદ્ધ, (૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, (૫) યથાખ્યાત ચારિત્ર, (૬) દેશવિરતિ ચારિત્ર અને (૭) અવિરતિ ચારિત્ર. પ્ર.૯૩૧ દર્શનમાર્ગણાના કેટલા ભેદ કહેલા છે ? ઉ.૯૩૧ દર્શન માર્ગણાના ચાર ભેદ કહ્યા છે. (૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન અને (૪) કેવલદર્શન. પ્ર.૯૩૨ લેશ્યામાર્ગણાના કેટલા ભેદ છે ? ઉ.૯૩૨ લેશ્યામાર્ગણાના છ ભેદો કહ્યા છે. (૧) કૃષ્ણલેશ્યા, (૨) નીલલેશ્યા, (૩) કાપોતલેશ્યા, (૪) તેજલેશ્યા, (૫) પદ્મલેશ્યા, (૬) શુક્લલેશ્યા. પ્ર.૯૩૩ ભવ્યમાર્ગણાના કેટલા ભેદ છે ? ઉ.૯૩૩ ભવ્યમાર્ગણાના બે ભેદ છે. (૧) ભવ્ય માર્ગણા, (૨) અભવ્ય માર્ગણા. પ્ર.૯૩૪ સમ્યકત્વમાર્ગણાના કેટલા ભેદ છે ? ઉ.૯૩૪ સમ્યકત્વ માર્ગણાના છ ભેદ છે. (૧) ઉપશમ સમ્યકત્વ, (૨) ક્ષયોપશમ સમ્યકત્વ, (3) ક્ષાયિક સમ્યકત્વ, (૪) મિશ્ર સમ્યકત્વ, (૫) સાસ્વાદન અને (૬) મિથ્યાત્વ. પ્ર.૯૩૫ સન્નીમાર્ગણાના કેટલા ભેદ છે ? ઉ.૯૩૫ સન્નીમાર્ગણાના બે ભેદ છે. (૧) સન્નીમાર્ગણા, (૨) અસન્નીમાર્ગણા. પ્ર.૯૩૬ આહારીમાર્ગણાના કેટલા ભેદ છે ? ઉ.૯૩૬ આહારીમાર્ગણાના બે ભેદ છે. (૧) આહારીમાર્ગણા, (૨) અણાહારી માર્ગણા. પ્ર.૯૩૭ ચૌદ માર્ગણાના ૬૨ ભેદ શી રીતે થાય છે ? ઉ.૯૩૭ ચોદ મુલમાર્ગણાના ૬૨ ભેદ આ પ્રમાણે છે. ગતિ ૪, જાતિ ૫, કાય ૬, યોગ ૩, વેદ ૩, કષાય ૪, જ્ઞાન ૮, સંયમ ૭, દર્શન ૪, વેશ્યા ૬, સમ્યકત્વ ૬, સન્ની ૨, ભવ્ય ૨ અને આહારી ૨ એમ કુલા ૬૨ ભેદો થાય છે. नरगइ पणिदि तस भव, सन्नि अहखाय खइय-सम्मते, मुक्खो -णाहार केवल, दंसण नाणेन सेसेसु ।।४।। ભાવાર્થ :- મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ભવ્ય, સંજ્ઞિ, યથાખ્યાત ચારિત્ર, ક્ષાયિક સમ્યકત્વ, અનાહાર, કેવલદર્શન અને કેવલજ્ઞાનમાં મોક્ષ છે બાકીમાં નથી. પ્ર.૯૩૮ મૂળ ચૌદ માર્ગણામાંથી કેટલી માર્ગણામાં મોક્ષપદ થઇ શકે છે ? ઉ.૯૩૮ મૂળ ચોદ માર્ગણામાંથી દશ માર્ગણામાં મોક્ષ થઇ શકે છે. (૧) ગતિમાર્ગણા, (૨) ઇન્દ્રિયમાર્ગણા, (૩) કાયમાર્ગણા, (૪) જ્ઞાનમાર્ગણા, (૫) સંયમમાર્ગણા, (૬) દર્શનમાર્ગણા, (૭) Page 97 of 106 Page #98 -------------------------------------------------------------------------- ________________ ભવ્યમાર્ગણા, (૮) સન્નીમાર્ગણા, (૯) સમ્યત્વમાર્ગણા, (૧૦) આહારીમાર્ગણા. પ્ર.૯૩૯ ગતિમાર્ગણામાં કઇ ગતિમાં મોક્ષ થાય છે ? ઉ.૯૩૯ ગતિમાર્ગણામાં મનુષ્ય ગતિમાં મોક્ષ થાય છે. પ્ર.૯૪૦ ઇન્દ્રિયમાર્ગણામાં કઇ માર્ગણામાં મોક્ષ થાય છે ? ઉ.૯૪૦ ઇન્દ્રિયમાર્ગણામાં પંચેન્દ્રિય માર્ગણામાં મોક્ષ થાય છે. પ્ર.૯૪૧ કાયમાર્ગણામાં કઇ માર્ગણામાં મોક્ષ થાય છે ? ઉ.૯૪૧ કાયમાર્ગણામાં બસમાર્ગણામાં મોક્ષ થાય છે. પ્ર.૯૪૨ જ્ઞાનમાર્ગણાના કયા ભેદમાં મોક્ષ થાય છે ? ઉ.૯૪૨ જ્ઞાનમાર્ગણાના કેવલજ્ઞાનમાં મોક્ષ થાય છે. પ્ર.૯૪૩ સંયમમાર્ગણાના કયા ભેદમાં મોક્ષ થાય છે ? ઉ.૯૪૩ સંયમમાર્ગણાના યથાખ્યાત ચારિત્રમાં મોક્ષ થાય છે. પ્ર.૯૪૪ દર્શનમાર્ગણાના કયા ભેદમાં મોક્ષ થાય છે ? ઉ.૯૪૪ દર્શનમાર્ગણાના કેવલ દર્શનમાં મોક્ષ થાય છે. પ્ર.૯૪૫ ભવ્યમાર્ગણાના કયા ભેદમાં મોક્ષ થાય છે ? ઉ.૯૪૫ ભવ્યમાર્ગણાના ભવ્ય ભેદમાં મોક્ષ થાય છે. પ્ર.૯૪૬ સન્નીમાર્ગણાના કયા ભેદમાં મોક્ષ થાય છે ? ઉ.૯૪૬ સન્નીમાર્ગણામાં સન્ની ભેદમાં મોક્ષ થાય છે. પ્ર.૯૪૭ સમ્યકત્વમાર્ગણાના કયા ભેદમાં મોક્ષ થાય છે ? ઉ.૯૪૭ સભ્યત્વમાર્ગણાના ક્ષાયિક સમ્યત્વ નામના ભેદમાં મોક્ષ થઇ શકે છે. પ્ર.૯૪૮ આહારી માર્ગણાના ક્યા ભેદમાં મોક્ષ થઇ શકે છે ? ઉ.૯૪૮ આહારીમાર્ગણાના અણાહારી માર્ગણામાં મોક્ષ થઇ શકે છે. પ્ર.૯૪૯ કેટલી માર્ગણાઓમાં મોક્ષ થતો નથી ? ઉ.૯૪૯ મૂલ ચાર માર્ગણાઓમાં મોક્ષ થતો નથી તથા પર માર્ગણાઓમાં મોક્ષ થતો નથી. પ્ર.૯૫૦ મૂલ કઇ ચાર માર્ગણામાં મોક્ષ નથી ? તથા ઉત્તર માર્ગણામાં મોક્ષ નથી તે કઇ કઇ છે ? ઉ.૫૦ મૂલ ચાર માર્ગણાઓ આ પ્રમાણે છે. (૧) યોગમાર્ગણા, (૨) વેદમાર્ગણા, (૩) કષાયમાર્ગણા, (૪) લેશ્યામાર્ગણા. પર માર્ગણાઓ આ પ્રમાણે છે. ગતિ ૩, ઇન્દ્રિય ૪, કાય ૫, યોગ ૩, વેદ ૩, કષાય ૪, જ્ઞાન ૭, સંયમ ૬, દર્શન 3, વેશ્યા ૬, ભવ્ય ૧, સમ્યકત્વ ૫, સન્ની ૧, આહારી ૧ = પર માર્ગણાઓમાં મોક્ષ થતો નથી. પ્ર.૯૫૧ આ દશ માર્ગણાઓમાં મોક્ષ છે એમ કઇ રીતે કહી શકાય ? ઉ.૫૧ મોક્ષમાં જવાની સંસારી જીવની છેલ્લી અવસ્થામાં જે જે માર્ગણા વિધમાન હોય તે તે માર્ગણામાં મોક્ષ છે એમ કહેવાય માટે મોક્ષ તે માર્ગણાઓમાં છે. दव्वपमाणे सिद्धाणं, जीव दव्वाणि हुंतिडणंताणि, लोगस्स असंखिन्जे, भागे इक्कोय सव्वे वि ||४७|| ભાવાર્થ :- દ્રવ્ય પ્રમાણ દ્વારમાં સિધ્ધના જીવો અનંત છે લોકના અસંખ્યાતમા ભાગમાં એક અને Page 98 of 106 Page #99 -------------------------------------------------------------------------- ________________ સર્વસિધ્ધો રહેલા છે. પ્ર.૫૨ દ્રવ્ય પ્રમાણ દ્વારમાં સિધ્ધના જીવોની સંખ્યા કેટલી કહેલી છે ? ઉ.૫૨ દ્રવ્ય પ્રમાણ દ્વારમાં સિધ્ધના જીવો અનંતા છે અને તે પાંચમા અનંતાના પ્રમાણ જેટલા કહ્યા છે. પ્ર.૯૫૩ મોક્ષમાં જવાનું આંતરૂં કેટલું કહ્યું છે ? ઉ.૯૫૩ મોક્ષમાં જવાનું અંતર જઘન્યથી એક સમયનું હોય છે અને ઉત્કૃષ્ટથી છ માસનું કહેલું છે એટલે કે છ માસમાં કોઇપણ જીવ અવશ્ય મક્તિમાં જાય છે જ. પ્ર.૫૪ એક સમયમાં વધારેમાં વધારે કેટલા મોક્ષમાં જાય છે ? ઉ.૫૪ એક સમયમાં વધારેમાં વધારે ૧૦૮ જીવો મોક્ષે જઇ શકે છે. પ્ર.૫૫ સિધ્ધના જીવોનું ક્ષેત્ર કેટલું હોય છે ? ઉ.૫૫ સિધ્ધના જીવો ક્ષેત્રદ્વારની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલા છે. પ્ર.૫૬ સિધ્ધના જીવની જઘન્ય અવગાહના કેટલી હોય છે ? ઉ.૫૬ સિધ્ધના જીવની જઘન્ય અવગાહના ૧ હાથ અને ૮ અંગુલની હોય છે કારણ કે બે હાથની કાયાવાળા મોક્ષમાં જાયતો તેઓના આત્મ પ્રદેશો એટલી જઘન્ય અવગાહનાવાળા હોય છે. પ્ર.૯૫૭ સિધ્ધના જીવોની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી કહેલી છે ? ૩.૯૫૭ સિધ્ધના જીવોની ઉત્કૃષ્ટ અવગાહના 333 ધનુષ્ય અને ૩૨ અંગુલ પ્રમાણ હોય છે એટલે કે ૧૩૩ હાથ અને ૮ અંગુલની હોય છે કારણ કે વધારેમાં વધારે ૫૦૦ ધનુષ્યની કાયાવાળા જીવો મોક્ષમાં જઇ શકે છે તેના ત્રીજા ભાગની અવગાહના સિધ્ધના જીવોની રહે છે. फुसणा अहिया कालो, इग- सिद्ध-पडुच्च साइओ णंतो, ડિવાયા-માવાઝો, સિદ્ધાણં અંતરં નસ્થિ. ।।૪।। ભાવાર્થ :- સ્પર્શના અધિક છે. એક સિધ્ધને આશ્રયીને સાદિ અનંતકાળ છે. પડવાનો અભાવ હોવાથી સિધ્ધોમાં અંતર નથી. પ્ર.૯૫૮ સિધ્ધના જીવોની સ્પર્શના કેટલી હોય છે ? ઉ.૫૮ સિધ્ધના જીવોની જે ક્ષેત્ર અવગાહના છે તેનાંથી સ્પર્શના અધિક હોય છે. પ્ર.૯૫૯ સ્પર્શના અધિક કઇ રીતે જાણવી જોઇએ ? ઉ.૫૯ જેમ એક પરમાણું જે આકાશ પ્રદેશમાં રહેલો હોય તે તે એક આકાશ પ્રદેશની અવગાહના કહેવાય છે અને તે પરમાણુને ચાર દિશાએ ચાર, ઉર્ધ્વ અને અધઃ એમ છ પ્રદેશની સ્પર્શના કહેવાય છે. તેવો રીતે સિધ્ધના જીવોને જે અવગાહના હોય છે તેનાથી અધિક સ્પર્શના થાય છે. પ્ર.૯૬૦ સિધ્ધનો એક જીવ જ્યાં રહેલો છે ત્યાં બીજા કેટલા સિધ્ધના જીવો રહેલા છે ? ૩.૯૬૦ સિધ્ધનો એક જીવ જ્યાં રહેલો છે ત્યાં બીજા સિધ્ધના અનંતા જીવો રહેલા છે. પ્ર.૯૬૧ એક સિધ્ધને આશ્રયીને સિધ્ધપણાનો કાળ કેટલો કહેલો છે ? ૩.૯૬૧ એક સિધ્ધના જીવને આશ્રયીને આદિ અનંતકાળ કહેલો છે જે જીવ સિધ્ધપણાને પામ્યો તે કાળથી તેની આદિ થઇ માટે તે આદિ કહેવાય છે અને અનંતકાળ સુધી રહેવાનો હોવાથી અનંત કાળ કહેવાય છે. પ્ર.૯૬૨ અનેક જીવોને આશ્રયીને સિધ્ધનો કાળ કેટલો કહેલો છે ? Page 99 of 106 Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉ.૯૬૨ અનેક જીવોને આશ્રયીને સિધ્ધનો કાળ અનાદિ અનંત કહેલો છે કારણ કે અનાદિ કાળથી સિધ્ધ થનારા જીવો હોવાથી, અનાદિ અને અનંતકાળ રહેવાના હોવાથી અનંતકાળ કહેવાય છે. પ્ર.૯૬૩ સિધ્ધના જીવનું આંતરૂં કેટલું છે ? ૩.૯૬૩ સિધ્ધ થયા પછી ફરીથી સંસારી થવાનો અભાવ હોવાથી તેઓનું આંતરૂં એટલે અંતર હોતું નથી કારણ કે સિધ્ધપણામાંથી પડવાનો અભાવ હોય છે. सव्वजियाण मणंते भागे ते तेसिं दसणं नाणं, खइये भावे परिणामिए पुण होइ जीवत्तं ||४९|| ભાવાર્થ :- સિધ્ધના જીવો સંસારી જીવોના અનંતમા ભાગે છે. જ્ઞાન અને દર્શન ક્ષાયિક ભાવે છે અને જીવપણું પારિણામિક ભાવે હોય છે. પ્ર.૯૬૪ સિધ્ધના જીવો સંસારી જીવોથી કેટલા કહેલા છે ? ઉ.૯૬૪ સિધ્ધના જીવો સંસારી જીવોથી અનંતમા ભાગ જેટલા કહેલા છે. પ્ર.૯૬૫ ભાવદ્વારમાં ભાવો કેટલા પ્રકારના છે ? કયા કયા ? ૩.૯૬૫ ભાવ પાંચ પ્રકારના કહ્યા છે. (૧) ઉપશમભાવ, (૨) ક્ષાયિકભાવ, (૩) ક્ષયોપશમભાવ, (૪) ઔદારિકભાવ અને (૫) પારિણામિક ભાવ. પ્ર.૯૬૬ ઉપશમભાવના કેટલા ભેદ છે ? કયા કયા ? ૩.૯૬૬ ઉપશમ ભાવના બે ભેદ છે. (૧) ઉપશમ સમ્યક્ત્વ અને ઉપશમ ચારિત્ર. પ્ર.૯૬૭ ક્ષાયિક ભાવના કેટલા ભેદ છે ? કયા કયા ? ઉ.૯૬૭ ક્ષાયિક ભાવના નવ ભેદ કહેલા છે. (૧) કેવલજ્ઞાન, (૨) કેવલદર્શન, (૩) ક્ષાયિક સમ્યક્ત્વ, (૪) ક્ષાયિક ચારિત્ર, (૫) દાનલબ્ધિ, (૬) ભાવલબ્ધિ, (૭) ભોગલબ્ધિ, (૮) ઉપભોગલબ્ધિ, (૯) વીર્યલબ્ધિ. પ્ર.૯૬૮ ક્ષયોપશમ ભાવના કેટલા ભેદ છે ? કયા કયા ? ઉ.૯૬૮ ક્ષયોપશમ ભાવના ૧૮ ભેદ છે તે આ પ્રમાણે. (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન, (૫) મતિઅજ્ઞાન, (૬) શ્રુતઅજ્ઞાન, (૭) વિભંગજ્ઞાન, (૮) ચક્ષુદર્શન, (૯) અચક્ષુદર્શન, (૧૦) અવધિદર્શન, (૧૧) દાનલબ્ધિ, (૧૨) લાભલબ્ધિ, (૧૩) ભોગલબ્ધિ, (૧૪) ઉપભોગલબ્ધિ, (૧૫) વીર્ય લબ્ધિ, (૧૬) ક્ષયોપશમ સમ્યક્ત્વ, (૧૭) સર્વ વિરતિ અને (૧૮) દેશ વિરતિ. પ્ર.૯૬૯ ઔદયિક ભાવના કેટલા ભેદ છે ? કયા કયા ? ૩.૯૬૯ ઔદયિક ભાવના ૨૧ ભેદ છે તે આ પ્રમાણે. ગતિ ૪, કષાય ૪, લિંગ ૩, (વેદ-૩) મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, અસિધ્ધપણું અને લેશ્યા ૬. આ ૨૧ ભેદે ઔદયિક ભાવ છે. પ્ર.૯૭૦ પારિણામિક ભાવના કેટલા ભેદ છે ? કયા કયા ? ઉ.૯૭૦ પારિણામિક ભાવના ત્રણ ભેદ છે. (૧) જીવત્વ, (૨) ભવ્યત્વ અને (૩) અભવ્યત્વ. પ્ર.૯૭૧ ઔપશમિક ભાવ કેટલા કર્મોનો હોય છે ? ઉ.૯૭૧ ઔપશમિક ભાવ એક જ મોહનીય કર્મનો હોય છે. બીજા કર્મનો હોતો નથી. પ્ર.૯૭૨ ક્ષાયિક ભાવ કેટલા કર્મનો હોય છે ? ઉ.૯૭૨ ક્ષાયિક ભાવ આઠે કમનો હોય છે. પ્ર.૯૭૩ ક્ષયોપશમભાવ કેટલા કર્મનો હોય છે ? Page 100 of 106 Page #101 -------------------------------------------------------------------------- ________________ ઉ.૭૩ ક્ષયોપશમભાવ ચાર કર્મનો હોય છે. (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) મોહનીય, (૪) અંતરાય કર્મનો હોય છે. પ્ર.૯૭૪ ઔદયિક ભાવ કેટલા કર્મનો હોય છે ? ઉ.૭૪ ઔદયિક ભાવ આઠે કર્મનો હોય છે. પ્ર.૯૭૫ પારિણામિક ભાવ કેટલા દ્રવ્યોમાં હોય છે ? ઉ.૭૫ સર્વ દ્રવ્યોમાં પારિણામિક ભાવ હોય છે. પ્ર.૯૭૬ સિધ્ધના જીવોમાં કેટલા ભાવો હોય છે ? ઉ.૭૬ સિધ્ધના જીવોમાં બે ભાવો હોય છે. (૧) ક્ષાયિકભાવ, (૨) પારિણામિકભાવ. પ્ર.૯૭૭ ક્ષાયિકભાવે શું હોય છે ? ઉ.૯૭૦ ક્ષાયિકભાવે જ્ઞાન અને દર્શન હોય છે. પ્ર.૯૭૮ પારિણામિક ભાવે શું થાય છે ? ઉ.૯૭૮ પારિણામિક ભાવે જીવ તત્વ હોય છે. ___ थोवानपुंस सिद्धा थीनर सिद्धा कमेण संखगुणा इअमुख तत्त मेअं, नवतत्ता लेसओ भणिआ ||१०|| ભાવાર્થ - નપુંસક લિંગે સિધ્ધ થોડા છે, સ્ત્રીલીંગ અને પુરૂષ લીંગે અનુક્રમે સંખ્યાત ગુણા છે એ પ્રમાણમાં મોક્ષ તત્ત્વ છે. નવ તત્ત્વો ટૂંકામાં કહ્યા. પ્ર.૯૭૯ નપુંસક વેદના લિંગવાળા જીવો વધારેમાં વધારે એક સાથે કેટલા મોક્ષમાં જાય ? ઉ.૯૭૯ નપુંસક લિંગવાળા જીવો એક સમયમાં ઉત્કૃષ્ટથી ૧૦ મોક્ષે જાય છે પછી અવશ્ય અંતર પડે. પ્ર.૯૮૦ સ્ત્રી લિંગવાળા જીવો એક સમયમાં વધારેમાં વધારે કેટલા મોક્ષે જાય છે ? ઉ.૯૮૦ સ્ત્રી લિંગવાળા જીવો એક સમયમાં ઉત્કૃષ્ટથી ૨૦ મોક્ષે જાય છે. પછી અવશ્ય અંતર પડે. પ્ર.૯૮૧ પુરૂષ લિંગવાળા જીવો વધારેમાં વધારે એક સમયમાં કેટલા મોક્ષે જાય છે ? ઉ.૯૮૧ પુરૂષ લિંગવાળા જીવો એક સમયમાં ઉત્કૃષ્ટથી ૧૦૮ મોક્ષે જાય છે પછી અંતર પડે છે. પ્ર.૯૮૨ નપુંસકવાળા મોક્ષે જાય છે તે કેવા પ્રકારના નપુંસક જીવો જાય છે ? ઉ.૯૮૨ દશ પ્રકારના જન્મ નપુંસક જીવો ચારિત્ર પ્રાપ્ત કરી શકતા નથી માટે મોક્ષે જતા નથી. પરંતુ જમ્યા બાદ કૃત્રિમ રીતે થયેલા છ પ્રકારના નપુંસકોને ચારિત્રનો લાભ થતો હોવાથી મોક્ષે જાય છે તે જીવોની અપેક્ષાએ મોક્ષ કહ્યો છે. પ્ર.૯૮૩ જિન સિધ્ધ કરતાં અજિન સિધ્ધ જીવો કેટલા અધિક હોય છે ? ઉ.૯૮૩ જિન સિધ્ધ જીવો કરતાં તીર્થ સિધ્ધ જીવો અસંખ્યાતગુણા અધિક હોય છે. जीवाइ नव पयत्थे जो जाणइ तस्स होइ सम्मत्तं भावेण सदहंतो अयाण माणेवि सम्मत्तं ।।११।। ભાવાર્થ :- જીવાદિ નવ પદાર્થોને જે જાણે તેને સમ્યક્ત્વ હોય, બોધ વિના પણ ભાવથી શ્રધ્ધા રાખનારને પણ સમ્યકત્વ હોય છે. પ્ર.૯૮૪ નવ તત્ત્વ જાણવાનું શું ફળ છે ? તથા જાણ્યા વગર શ્રદ્ધાથી શું લાભ થાય છે ? ઉ.૯૮૪ જે જીવાદિ નવે પદાર્થોને સારી રીતે જાણે તેને ભાવથી સમ્યકત્વ હોય છે. કોઇ જીવનો Page 101 of 106 Page #102 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ન હોય અને જીવાદિ નવ પદાર્થને ન જાણે પણ ભગવાને જે કહ્યા છે તે સત્ય જ છે એવી શ્રદ્ધા જેના હૈયામાં હોય તેને સમ્યક્ત્વ હોય છે માટે શ્રધ્ધાથી પણ સમ્યક્ત્વ થાય છે. सव्वाइं जिणेसर, भासिआई वयणाइं नन्नहाहुंत्ति, હા ધુદ્ધિ નસ મળે, સન્માં નિવ્વાં તસ્ય ||oશા ભાવાર્થ :- શ્રી જિનેશ્વર ભગવંતોએ કહ્યું છે તે સાચું જ છે, ખોટું હોય જ નહિ એ ઓઘ સમ્યક્ત્વ કહેવાય છે. પ્ર.૯૮૫ સમ્યક્ત્વ એટલે શું ? ઉ.૯૮૫ શ્રી જિનેશ્વર ભગવંતો રાગદ્વેષ રહિત વીતરાગ થયા પછી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યાર પછી જ ઉપદેશ આપે છે અને તીર્થની સ્થાપના કરે છે માટે તેઓના જે વચનો છે તે અસત્ય હોય જ નહિ તદ્દન સત્ય જ છે એવો જેના હૈયામાં દ્રઢ નિશ્ચય હોય છે તેને ઓઘથી સમ્યક્ત્વ હોય છે એમ કહેવાય છે. સંતો યુદુત્ત-મિત્તપિ, સિગ્રંહબ્ન નેહિં સન્મત્ત, તેસં ાવ′′ પુન્ગલ, પરિાટ્ટો વેવ સંસારો. ।।૭।। ભાવાર્થ :- જે જીવોને અંતમુહૂર્ત માત્ર પણ સમ્યક્ત્વ સ્પ હોય તેઓનો સંસાર માત્ર અર્ધ પુદ્ગલ પરાવર્ત જેટલો જ બાકી રહે છે. પ્ર.૯૮૬ સમ્યક્ત્વ મલવાથી શું લાભ થાય છે ? ૩.૯૮૬ અસંખ્યાત સમયવાળું એક અંતમુહૂર્ત માત્ર સમ્યક્ત્વની સ્પર્શના જીવોને થાય છે. તે જીવોનો સંસાર માત્ર અર્ધપુદ્ગલ પરાવર્ત કાળ જેટલો જ બાકી રહે છે પછી અવશ્ય તે જીવ મોક્ષે જ જાય છે. પ્ર.૯૮૭ અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળ એટલે કેટલો કાળ સમજવો ? ઉ.૯૮૭ અર્ધ પુદ્ગલ પરાવર્તકાળ એટલે અનંતીઉત્સરપીણી અવસરપીણી જેટલો કાળ થાય છે. દા.ત. જેમ ગોસાલાએ ભગવાન મહાવીર સ્વામી એટલે પોતાના ગુરુની ઘોર આશાતના કરી તેના કારણે એવો જોરદાર અનુબંધ પાડ્યો છે કે તે મોટે ભાગે અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળ સુધી સંસારમાં રહેશે તો ગોળાશાનો જીવ મરતાં પહેલા સમ્યક્ત્વ પામ્યો અને દેવલોકમાં ગયો છે ત્યાંથી ચ્યવીને રાજા થશે અને એક વાર ગાડીમાં બેસી રવા નીકળશે તે વખતે દરવાજા વચ્ચે સાધુઓને કાઉસગ્ગ ધ્યાને ઉભેલા જોશે કે તરત જ તેને ક્રોધ પેદા થશે અને સાધુને પાડી નાખશે. સાધુ પાછા ઉભા થઇને કાઉસ્સગ્ગમાં ઉભા રહેશે પાછા ફરીથી પાડી નાખશે એમ વારંવાર કરશે તેનાથી મુનિ અવધિ જ્ઞાન હોવાથી જ્ઞાનનો ઉપયોગ મૂકીને જોશે કે આ કયો જીવ છે ? શા માટે આમ કરે છે ? તેમાં જાણે છે કે આ મંખલી પુત્ર ગોશાલો છે કે જેણે ભગવાનની ઘોર આશાતના કરી છે, તે કર્મ બાંધ્યું છે તે ઉદયમાં આવ્યું છે અને જો આ જીવતો રહેશે તો આખી સાધુ સંસ્થાનો નાશ કરશે માટે તેનો નાશ કરવો જોઇએ એમ વિચાર કરી તે રાજાને મારી નાખશે. રાજા મરીને સાતમી નરકમાં જશે, ત્યાંથી તિર્યંચમાં જશે, પાછો ફરીથી સાતમીમાં જશે એમ બે વાર છઠ્ઠી નરકમાં, બે વાર પાંચમી નરકમાં, બે વાર ચોથી નરકમાં, બે વાર ત્રીજી નરકમાં, બે વાર બીજીમાં, બે વાર પહેલી નરકમાં જશે પછી તિર્યંચની બધી યોનિમાં બબેવાર જશે પછી મનુષ્યની યોનિમાં બધા ભવોમાં બબેવાર જશે, પછી ક્રમસર દેવલોક ચઢશે. બધા દેવલોકમાં જશે. છેવટે અનુત્તરમાં જશે અને ત્યાંથી મહાવિદેહમાં મનુષ્યપણું પામી, ચારિત્ર પામી, કેવલજ્ઞાન પામી ઘણા જીવોને પોતાનું દ્રષ્ટાંત કહી પ્રતિબોધ કરશે અને મોક્ષે જશે. આ કાળ તે અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળ જેટલો સામાન્યથી કહેવાય છે. उस्सपिणी अणंता, पुग्गल - परिअट्टओ मुणे य्यवो, Page 102 of 106 Page #103 -------------------------------------------------------------------------- ________________ તેનંતા-તી દ્વા, અળાનયદ્વા અનંત મુળા ||૭૪|| ભાવાર્થ :- અનંતઉત્સર્પિણી તથા અનંતઅવસર્પિણીનો એક પુદ્ગલ પરાવર્તકાળ જાણવો. એવા અનંત પુદ્ગલ પરાવર્તનો અતીતકાળ અને તેથી અનંતગુણો, અનાગતકાળ (ભવિષ્યકાળ) છે. ||૫૪|| ? પ્ર.૯૮૮ એક પુદ્ગલ પરાવર્તકાળ એટલે કેટલો કાળ ? ૩.૯૮૮ એક પુદ્ગલ પરાવર્તમાં અનંતી ઉત્સર્પિણી અને અનંતી અવસર્પિણી જેટલો કાળ થાય છે. પ્ર.૯૮૯ ભૂતકાળમાં કેટલા પુદ્ગલ પરાવર્ત જેટલો કાળ ગયો ? ભવિષ્યકાળ કેટલો બાકી છે ઉ.૯૮૯ અનંત પુદ્ગલ પરાવર્ત જેટલો ભૂતકાળ પસાર થયો છે અને ભૂતકાળ કરતાં અનંતગુણો ભવિષ્ય કાળ બાકી છે. जिण अजिण तित्थ तित्था, गिहि अन्न सलिंगथी नरनपूंसा, पत्तेय समं बुद्धा बुद्ध बोहिय इक्क- णिक्काय ||१५|| ભાવાર્થ :- જિન, અજિન, તીર્થ, અતીર્થ, ગૃહસ્થ, અન્યલિંગ, સ્વલિંગ, સ્ત્રી, પુરૂષ, નપુંસક, પ્રત્યેક બુધ્ધ, સ્વયંબુધ્ધ, બોધિત સિધ્ધ એક અને અનેક એમ ૧૫ પ્રકારના સિધ્ધ છે. પ્ર.૯૯૦ જિન સિધ્ધ કોને કહેવાય ? ૩.૯૯૦ તીર્થંકર પદવી પામીને જે જીવો મોક્ષે જાય એટલે કે તીર્થંકર થઇને જે મોક્ષે જાય તે જિન સિધ્ધ કહેવાય છે. પ્ર.૯૯૧ અજિન સિધ્ધ કોને કહેવાય ? ઉ.૯૯૧ તીર્થંકર પદવી પામ્યા વિના સામાન્ય કેવલિ થઇને મોક્ષે જાય તે અજિન સિધ્ધ કહેવાય છે. પ્ર.૯૯૨ તીર્થ સિધ્ધ કોને કહેવાય છે ? ઉ.૯૯૨ તીર્થંકર ભગવંતો વળજ્ઞાન પેદા થયા પછી ચર્તુવિધ સંઘની સ્થાપના કરે છે તે તીર્થ કહેવાય છે. એવા તીર્થની સ્થાપના થયા પછી જે જીવો મોક્ષે જાય તે તીર્થસિધ્ધ કહેવાય છે. પ્ર.૯૯૩ અતીર્થ સિધ્ધ કોને કહેવાય ? ઉ.૯૯૩ તીર્થની સ્થાપના થયા પહેલા અને તીર્થનો વિચ્છેદ થયા પછી જે મોક્ષે જાય તે અતીર્થ સિધ્ધ કહેવાય છે. પ્ર.૯૯૪ અન્ય લિંગ સિધ્ધ કોને કહેવાય ? ઉ.૯૯૪ અન્ય દર્શનીઓના સાધુ વેશમાં એટલે તાપસ પરિવ્રાજક આદિ વેષમાં રહ્યા છતાં ભાવથી સાધુપણું પ્રાપ્ત કરીને મોક્ષે જાય તે અન્ય લિંગ સિધ્ધ કહેવાય છે. પ્ર.૯૯૫ પ્રત્યેક બુધ્ધ સિધ્ધ કોને કહેવાય ? ઉ.૯૯૫ સંધ્યાના પલટાતા ક્ષણિકરંગ આદિ નિમિત્તથી વૈરાગ્ય પામીને મોક્ષે જાય તે પ્રત્યેક બુધ્ધ સિધ્ધ કહેવાય છે. પ્ર.૯૯૬ સ્વયં બુધ્ધ સિધ્ધ કોને કહેવાય ? ૩.૯૯૬ કોઇપણ નિમિત્ત વિના અને ગુરુના ઉપદેશ વિના સ્વયં વૈરાગ્ય પામી મોક્ષે જાય તે સ્વયં બુધ્ધ સિધ્ધ કહેવાય છે. પ્ર.૯૯૭ બુધ્ધ બોધિત સિધ્ધ કોને કહેવાય ? Page 103 of 106 Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉ.૯૯૭ ગુરુના ઉપદેશથી વૈરાગ્ય પામી મોક્ષે જાય તે બુધ્ધ બોધિત સિધ્ધ કહેવાય છે. પ્ર.૯૯૮ સિધ્ધના ૧૫ ભેદોનાં મૂળ ભેદો વિચારીએ તો કેટલા થાય છે ? ઉ.૯૯૮ સિધ્ધના ૧૫ ભેદોના મૂલ ભેદો વિચારીએ તો છ ભેદ થાય છે. (૧) જિનસિધ્ધ, અજિનસિધ્ધ, (૨) તીર્થસિધ્ધ, અતીર્થસિધ્ધ,(૩) એક સિધ્ધ, અનેક સિધ્ધ, (૪) ગૃહીલિંગ, અન્યલિંગ, સ્વલિંગ સિધ્ધ, (૫) સ્ત્રી, પુરૂષ, નપુંસક લિંગ સિધ્ધ, (૬) સ્વયં બુધ્ધ, પ્રત્યેક બુધ્ધ, બુધ્ધ બોધિત સિધ્ધ. પ્ર.૯૯૯ ગૃહસ્થ લિંગ કરતા અન્ય લિંગવાળા જીવો સિધ્ધ થનારાં કેટલા છે ? ઉ.૯૯૯ ગૃહસ્થ લિંગે સિધ્ધ જે જીવો થાય છે તેનાથી અન્ય લિંગ સિધ્ધ થનારા સંખ્યાત ગુણા છે. પ્ર.૧૦૦૦ અન્યલિંગે સિધ્ધ કરતા સ્વલિંગે સિધ્ધ થનારા જીવો કેટલા છે ? ઉ.૧૦૦૦ અન્યલિંગે સિધ્ધ થનારા જીવો કરતાં સ્વલિંગે સિધ્ધ થનારા જીવો સંખ્યાત ગુણા હોય છે. પ્ર.૧૦૦૧ સ્વયંબુધ્ધ સિધ્ધ થનારા કરતા પ્રત્યેક બુધ્ધ થઇને સિધ્ધ થનારા જીવો કેટલા છે ? ઉ.૧૦૦૧ સ્વયંબુધ્ધ થઇને સિધ્ધ થનારા જીવો કરતા પ્રત્યેક બુધ્ધ થઇને સિધ્ધ થનારા સંખ્યાત ગુણા છે. પ્ર.૧૦૦૨પ્રત્યેક બુધ્ધ સિધ્ધ જીવો કરતા બુધ્ધ બોધિત થઇને મોક્ષે જનારા કેટલા છે ? ઉ.૧૦૦૨ પ્રત્યેક બુધ્ધ કરતા બુધ્ધ બોધિત થઇને મોક્ષે જનારા સંખ્યાત ગુણા હોય છે. પ્ર.૧૦૦૩ અનેક સિધ્ધ જીવો કરતાં એક સિધ્ધ થનારા કેટલા હોય છે ? ઉ.૧૦૦૩ અનેક સિધ્ધ કરતાં એક સિધ્ધ જીવો સંખ્યાત ગુણા હોય છે. जिण सिद्धा अरिहंता, अजिण सिद्धाय पुंडरिआ पमुहा, મળહાર તિત્વ સિદ્ધા, જ્ઞતિત્વ સિદ્ધાય મરુદ્રેવી ।।૭।। गिहिलिंग सिद्ध भरहो, वक्कल चीरीय अन्य लिंगम्मि સાહૂ સલિન સિદ્ધા, થી-સિદ્ધા-ચંદ્દળા-પદુહા ||9|| पुंसिद्धा गोयमाइ, गांगेय-प्रमुहा नपुंसया सिद्धा, पत्तेय सयं बुद्धा, भणिया करकंडु कविलाई ||१८|| वह बुद्ध बोहि गुरु बोहिया, इग समये एग सिद्धाय ફન સમયેવિ અભેગા, સિદ્ધા તે-નેમ સિદ્ધાય II99II ભાવાર્થ :- જિનસિધ્ધ તીર્થંકર ભગવંતો, અજિન સિધ્ધ પુંડરિક ગણધર વગેરે, ગણધર ભગવંતો તીર્થ સિધ્ધ, મરૂદેવ માતા અતિર્થ સિધ્ધ ગણાય છે. ભરત ચક્રવર્તી ગૃહસ્થ લિંગે, વલ્કલચીરી અન્ય લિંગે, સાધુઓ સ્વલિંગે સિધ્ધ થયા છે. ચંદના વિ. સાધ્વીઓ સ્વલિંગે સિધ્ધ થયા છે. ગૌતમ આદિ જીવો પુરૂષ લિંગે સિધ્ધ થયા છે. નપુંસક લિંગે ગાંગેયાદિ સિધ્ધ થયા છે. કરકંડુ પ્રત્યેક બુધ્ધ છે. કપિલ આદિ સ્વયં બુધ્ધ છે. ગુરૂથી બોધ પામેલા બુધ્ધ બોધિત સિધ્ધ છે. એક સમયમાં એક સિધ્ધ થયેલાં અને એક સમયમા અનેક સિધ્ધ થેયલા તે કહેવાય છે. પ્ર.૧૦૦૪ સિધ્ધના ૧૫, ભેદના ૧૫ દ્રષ્ટાંતો કયા કહેલા છે ? ઉ.૧૦૦૪ તીર્થંકર ભગવંતો જિન સિધ્ધ કહેલા છે, પુંડરીક આદિ ગણધરો અજિન સિધ્ધ કહેલા છે. ગણધર ભગવંતો તીર્થ સિધ્ધમાં આવે છે. મરુદેવ માતા વગેરે અતીર્થ સિધ્ધમાં આવે છે. ભરત ચક્રવર્તી વગેરે ગૃહસ્થ લિંગે ગણાય છે. વલ્કલચિરી વગેરે અન્ય લિંગે ગણાય છે. સાધુઓ સ્વલિંગે સિધ્ધ થનારા Page 104 of 106 Page #105 -------------------------------------------------------------------------- ________________ ગણાય છે. ચંદન બાળા વિ. સાધ્વીઓ સ્વલિંગ ગણાય છે. ગીતમાદિ પુરૂષ લિંગ ગણાય છે. ગાંગેય મુનિ નપુસંક લિંગે સિધ્ધ થયા છે. કરકંડ મુનિ પ્રત્યેક બુધ્ધ સિધ્ધ છે. કપિલાદિ સ્વયં બુધ્ધમાં ગણાય છે. ગુરુના ઉપદેશથી બોધ પામીને ગયેલા બુધ્ધ બોધિત એકસમયમાં એક મોક્ષે જાય તે એક સિધ્ધ અને એક સમયમાં અનેક મોક્ષે જાય તે અનેક સિધ્ધ તરીકે ગણાય છે. પ્ર.૧૦૦૫ એક નિગોદમાં જીવો કેટલા હોય ? તેની ગણત્રી શી રીતે જાણવી ? ઉ.૧૦૦૫ એક નિગોદમાં અનંતા જીવો હોય છે. તેની ગણત્રી આ પ્રમાણે છે. (૧) સન્ની મનુષ્યો સંખ્યાતા છે, (૨) અસન્ની મનુષ્યો અસંખ્યાતા, (3) નારકી અસંખ્યાતા, (૪) દેવતા અસંખ્યાતા, (૫) પંચેન્દ્રિય તિર્યંચ અસંખ્યાતા, (૬) બેઇન્દ્રિય જીવો અસંખ્યાતા, (૭) તેઇન્દ્રિય જીવો અસંખ્યાતા, (૮) ચBરીન્દ્રિય જીવો અસંખ્યાતા, (૯) પૃથ્વીકાય જીવો અસંખ્યાતા, (૧૦) અપકાય જીવો અસંખ્યાતા, (૧૧) તેઉકાય જીવો અસંખ્યાતા, (૧૨) વાયુકાય જીવો અસંખ્યાતા, (૧૩) પ્રત્યેક વનસ્પતિકાય જીવો, અસંખ્યાતા એ સર્વ જીવોની સંખ્યા ભેગી કરીએ જે સરવાળો થાય તે થકી સિધ્ધના જીવો અનંતા છે તે થકી સોયના અગ્રભાગ ઉપર લીધેલ કંદમુળનો નાનામાં નાનો કણ, તેમાં સર્વ સિધ્ધના જીવો કરતાં અનંત ગુણા જીવો રહેલા છે. આ બાદર નિગોદનો વિચાર જાણવો. પ્ર.૧૦૦૬ જગતમાં નિગોદના ગોળા કેટલા હોય છે ? ઉ.૧૦૦૬ જગતમાં જેટલા લોકાકાશના પ્રદેશો છે એટલા નિગોદના ગોળા છે એ રીતે દેવચંદ્રજી કૃત આગમસારને જાતે જાણવું. બીજા આચાર્ય ભગવંતોને મતે લોકાકાશના જેટલા પ્રદેશો છે તેના અસખ્યાતમાં ભાગ જેટલા નિગોદના ગોળા હોય છે. પ્ર.૧૦૦૭ એક એક ગોળામાં કેટલી નિગોદો હોય છે ? ઉ.૧૦0૭ એક એક ગોળામાં અસંખ્યાતી નિગોદો રહેલી છે. પ્ર.૧૦૦૮ એક એક નિગોદમાં કેટલા જીવો હોય છે ? ઉ.૧૦૦૮ અતીતકાળ અનંતા છેડા રહિત ગયો તેના સમયો, આનાગત (ભવિષ્ય) કાળ આગળ અનંતો આવશે તેના સમયો તથા વર્તમાન કાળનો એકસમય એ રીતે ત્રણે કાળના સમયો ભેગા કરીએ તેને અનંત ગુણા કરીએ એટલા જીવો એક એક નિગોદમાં હોય છે. પ્ર.૧૦૦૯ સૂક્ષ્મ નિગોદમાં દુઃખ (વેદના) કેટલું હોય છે ? ઉ.૧૦૦૯ સૂક્ષ્મ નિગોદમાં વેદના સમયે સમયે અનંત ગુણી હોય છે તે દ્રષ્ટાંત દ્વારા જણાવે છે. સાતમી નારકીમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું છે. તેના કેટલા સમયો (અસંખ્યાતા સમયો) થાય તેટલીવાર કોઇ જીવ સાતમી નારકીમાં ૩૩ સાગરોપમના આયુષ્યવાળો નરક રૂપે ઉત્પન્ન થાય તેને વિષે તે જીવને જેટલું છેદન ભેદનનું દુઃખ થાય તે સઘળુંય એકઠું કરીએ તેથી પણ અનંતગણું દુ:ખ એક નિગોદિયા જીવને એક સમયમાં હોય છે. અથવા :- મનુષ્યની સાડા ત્રણ ક્રોડ રોમરાજી છે તેને કોઇ દેવતા સાડા ત્રણ ક્રોડ લોખંડની સોયો, અગ્નિમાં તપાવીને સમકાલે એટલે કે એક સાથે રોમે રોમે ચાંપે તે સમયે તે જીવોને જે વેદના થાય તેથી પણ અનંતગુણી વેદના નિગોદમાં રહેલા જીવોને સમયે સમયે હોય છે. Page 105 of 106 Page #106 -------------------------------------------------------------------------- ________________ RII Page 106 of 106