Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રેણી
| મોતને હાથતાળી
V RAMANUJ
કુમારપાળ દેસાઈ
Page #2
--------------------------------------------------------------------------
________________
બાળ સાહસકથા શ્રેણી-૩
મોતને હાથતાળી
કુમારપાળ દેસાઈ
પ્રાપ્તિસ્થાન
ગુર્જર સાહિત્ય ભવન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ 380001
ફોન : 079-22144663, 22149660 e-mail: goorjar@yahoo.com, web: gurjarbooksonline.com
ગૂર્જર સાહિત્ય પ્રકાશન 102, લૅન્ડમાર્ક બિલ્ડિંગ, ટાઇટેનિયમ, સિટી સેન્ટર પાસે, સીમા હૉલ સામે,
100 ફૂટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380015 ફોન : 26934340, 98252 68759 - gurjarprakashan-2 prnail.com
Page #3
--------------------------------------------------------------------------
________________
લેખકની વાત આજનાં બાળકો એ આવતીકાલનો આધાર છે. એ આવતીકાલ કેમ સુધરે-ભાવિ ઊજળું કેમ બને, એ આજનો પ્રયત્ન છે. સાહિત્ય આમાં ઘણો મોટો હિસ્સો આપી શકે તેમ છે.
દેશનાં બાળકોને પ્રેરણા આપે, હિંમત અને સાહસભરી તમન્ના જગાડે. જોખમ વચ્ચે જીવવાની અને વિપત્તિને સામે મોંએ ઝીલવાની હિંમત પેદા કરે, આપત્તિમાં ફસાયેલાંને ઉગારવાની ઊંચી ભાવના પેદા કરે તેવું સાહિત્ય આપવાનો આ બાળસાહસ શ્રેણી દ્વારા પ્રયાસ કર્યો છે.
આ પુસ્તકમાં નાની વયનાં બાળકોએ બતાવેલાં હિંમત, સાહસ અને પરોપકારની સત્ય ઘટનાઓ આલેખી છે. પોતાના જેટલી જ ઉંમરનાં બાળકોએ બતાવેલી હિંમતભરી કામગીરી એમનામાં એવું ખમીર જગાડે કે પોતે પણ આવી હિંમત દાખવી શકે, એવી અપેક્ષા રાખી છે.
આ પુસ્તકને ભારત સરકાર દ્વારા આયોજિત બાળસાહિત્યની ૧૯મી રાષ્ટ્રીય સ્પર્ધામાં ઇનામ એનાયત થયું. આ પુસ્તકની હજાર જેટલી પ્રત પણ N.C.E.R.T. નવી દિલ્હી, દ્વારા ખરીદવામાં આવી
કિંમત : રૂ. ૩૦
પ્રથમ આવૃત્તિ: 1973 સાતમી સંવર્ધિત આવૃત્તિ: 2017
Mot ne Haathtali A collection of inspiring stories for children by Kumarpal Desai Published by Gurjar Granth Ratna Karyalaya, Ahmedabad-1
© કુમારપાળ દેસાઈ
પૃષ્ઠ : 40 ISBN : 978-93-5162–444-8.
નું કેલ : 1000 પ્રકારાક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમરભાઈ ઠાકોરલાલ શાહ : રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ,
અમદાવાદ-380001 ફોન : 22144663,
e-mail: goorjar @ yahoo.com
આ પુસ્તકના પ્રકાશનમાં ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય અને શ્રી મનુભાઈ શાહે જે રસ દાખવ્યો છે તે બદલ આભારી છું.
મોતની સામે ખરાખરીનો ખેલ માંડીને ઝઝૂમનારાં બાળકોની આ કથાઓ બાળકોમાં મર્દાનગી અને પરોપકારના ચકમકને ચેતવવાના એકાદ નાના પથ્થરની ગરજ પણ સારશે, તો મારો પ્રયાસ સાર્થક લેખીશ. તા. ૧૨-૪-૨૦૧૭
કુમારપાળ દેસાઈ અમદાવાદ
+ + + +
મુદ્ર કે : ભગવતી ઑફસેટ સી ૧૬, બંસીધર એસ્ટેટ, બાલડોલપુરા, અમદાવાદ-380 004
Page #4
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
=
2 =
૧. મોતને હાથતાળી ૨. ન નમે તે નારાયણ ૩. આનંદી અશોક ૪. હૈયાંના હેત
મોતને હાથતાળી
0 u
• (
0
0
0
0
-0
0
-0
0
-0
0
-0
0
-0
0
સમી સાંજનો સમય. સૂરજદાદા ધરતીની વિદાય લે. પંખીઓ ઝડપથી ઘર ભણી દોડે. ખેડૂતો ખેતરમાંથી ગામમાં જાય.
ચૌદ વર્ષનો રાજુ ખેતરમાંથી નીકળ્યો. હાથમાં અનાજની પોટલી. સાથમાં બે નાના ભાઈ.
ગામથી ખેતર ઘણું દૂર. વચમાં જંગલ આવે.
એવી ગીચ ઝાડી કે અંદર કશું દેખાય નહિ. અંદર ! મોતને હાથતાળી -0-0-0-0-0-0-0 – ૫
-0
0
-0
0
- 0
0
0
|
0-00-0-0 0 0 0 0 મોતને હાથતાળી
Page #5
--------------------------------------------------------------------------
________________
પેઠો એ બહાર નીકળી શકે નહિ. ન રસ્તો જડે, ને જંગલની અંદર રહી શકાય. જંગલની બખોલમાં દીપડા રહે, સૂવર રહે, લુચ્ચાં શિયાળ પણ રહે, સાપ અને અજગર પણ વસે.
સહુ સંભાળીને ચાલે. રોજનો એ રસ્તો. બિહામણો ઘણો, પણ થાય શું?
રાજુ નાના ભાઈઓ સાથે વાતો કરે. ખેતીની વાત થાય. ગામની કોઈ વાત થાય. એમ રસ્તો ધીરે-ધીરે કપાતો જાય.
વાતોમાં સહુ મશગૂલ. એવા મશગૂલ કે આજુબાજુ ક્યાંય જુએ નહિ. રસ્તા પાસે એક અજગર, કેવો અજગર ? તેર ફૂટ લાંબો અજગર. બાર મણની કાયાવાળો અજગર !
ભલભલા હિંમતવાળાની છાતી બેસી જાય તેવો અજગર! 6 દિવસે એદીની માફક ઝાડ પર રહ્યો, સાંજ પડી ને છે શિકારે નીકળ્યો. ૬ - 00-0-0-0-0-0-0-0- મોતને હાથતાળી
ઝાડની ડાળીએ પૂંછડી લપેટીને ઝાડ નીચે પડ્યો રહ્યો. રસ્તે કોઈ નીકળે એની રાહ જુએ. શિકાર મળે તો ચપ દઈને ઝડપી લઉં !
રાજુ નાના ભાઈઓ સાથે વાતોમાં પડ્યો હતો. અજગરની નજીકથી પસાર થયો. અજગર શાનો વાર લગાડે ?
એણે તરત તરાપ મારી. ઝપટ મારી રાજુને ઝડપી લીધો. ધીરેધીરે એના શરીરની આસપાસ વીંટળાવા લાગ્યો.
નાના ભાઈઓ ભયભીત થયા. અજગરને જોઈને | છળી ગયા.
અજગર રાજુને વીંટળાતો જાય. મજબૂત શરીરથી ભરડો લેતો જાય. મોતની ભીંસ વધારતો જાય.
ભીંસ તો અજગરની ! એવી ભારે ભીંસ લાગે કે છે શિકારનાં હાડકાંના ચૂરેચૂરા થઈ જાય. પછી શિકારને ભરડામાંથી છોડે. પોતાના મોંમાંથી ચીકણું પ્રવાહી કાઢે. શિકાર પર એને બરાબર લપેટે, ધીરે ધીરે મોં પહોળું , કરીને પછી નિરાંતે શિકારને ગળી જાય.
નાનકડા રાજુના મોંમાંથી ચીસ નીકળી ગઈ. ભારે મોટી રાડ ફાટી ગઈ. મોતને હાથતાળી -0-0-0-0-0-0-0 – ૭
0
-0-0-0
-0-0-0-0-0
O- B
-0.
-O
Page #6
--------------------------------------------------------------------------
________________
એના ભાઈઓ તો સાવ નાના. ડર્યા એટલા કે જોરજોરથી રડવા લાગ્યા .મૂઠી વાળીને ભાગવા લાગ્યા. રડતા જાય ને ભાગતા જાય !
ક્યાં ચૌદ વર્ષનો માસૂમ બાળક ને ક્યાં ખતરનાક અજગર !
રાજુ ભરડામાંથી નીકળવા ઘણું મથે. ઘણા ધમપછાડા કરે. હાથ વીંઝે. પગ પછાડે. માથું પટકે. પણ આ તો
અજગરનો ભરડો. ભલભલા પંજાદાર ચિત્તા એમાંથી છૂટી શકે નહિ.
અજગરે ભરડો લીધો એટલે જાણે યમરાજ આવી ગયા ! ભરડાથી એવી ભીંસ લગાવે કે કોઈ એમાંથી છૂટી શકે નહિ, બહાર નીકળી જઈને બચી શકે નહિ.
વિકરાળ અજગર સામે નાનકડા રાજુનું તે શું ગજું ? છૂટવા માટે ઘણી મહેનત કરી, પણ કશું ન વળ્યું. રાજુના નાના હાથ-પગ થાકી ગયા.
અજગરે જોયું કે શિકાર શાંત થયો છે. વિરોધ શમી ગયો છે. હવે કોઈ એકાંત જગ્યા શોધીને નિરાંતે આહાર કરું.
ભરડામાં ભીંસાયેલા, થાકેલા રાજુને અજગરે ઢસડવા માંડ્યો. ઘનઘોર જંગલના પેટાળમાં લઈ જવા લાગ્યો.
[]ola1 PM -૦-૦-૦-૦-0-0-0-0-0 -
રાજુ શરીરથી થાક્યો હતો, પણ મનથી મક્કમ હતો. પોતાનું જોર અજમાવ્યે જતો હતો.
શિકાર શિકારીને ઢસડતો હતો. બંને નદીને કાંઠે આવી પહોંચ્યા. બેમાંથી એકેયને ખ્યાલ ન હતો અને ઢસડાતા-ઢસડાતા બંને નદીમાં ગબડી પડ્યા !
ચોમાસાના દિવસો હતા. નદી બે કાંઠે ભરપૂર વહેતી હતી. પાણીમાં રાજુને જમીન કરતાં પણ બેવડી આફત આવી. અજગર એ તો પાણીનો આબાદ તરવૈયો. પાણીમાં ડૂબકી લગાવવાનો ભારે શોખીન.
રાજુને બે બાજુથી મોત આવી પહોંચ્યું. અજગરના ભરડાની ભીંસ વધતી જતી હતી. એમાં સપડાયેલા રાજુને ડૂબી જવાય નહિ એ માટે વારંવાર માથું પાણીની ઉપર લાવવું પડતું હતું.
આદમી નાનો ને આફત મોટી. ઉગારનાર કોઈ દેખાય નહિ. ઉપાય કોઈ જડે નહિ. બચવાની કોઈ આશા નહિ. છતાં રાજુ હિંમત હારી ગયો ન હતો. હજી મહેનત કરે. જુદાજુદા પેંતરા અજમાવે.
નદીના પ્રવાહમાં અજગર અને રાજુ બંને ઢસડાય. રાજુએ પાણીમાંથી માથું ઊંચું કર્યું તો સામેથી કંઈક તરતું આવતું દીઠું. કશુંક કાળું કાળું તરતું આવે ! મોતને હાથતાળી
–
Page #7
--------------------------------------------------------------------------
________________
!!!!
I
www.aww.woodહજી
& Robo SWIM WHI WISE W IEWS
or
WRIT
'S
વજન:
હકીકતમાં એ નદી પરનો લાકડાનો પુલ હતો. પુલ કંઈ તરતો આવતો ન હતો, પણ નદીના વહેણમાં રાજુ એ તરફ ઢસડાતો હતો.
બંને પુલની નજીક આવી પહોંચ્યા. તરત જ નાનકડા રાજુના મનમાં મોટો વિચાર ઝબકી ગયો. આફત તો ચારે બાજુ હતી, પણ હિંમતભરી અજમાયશ કરવાનું રાજુ ચૂકતો ન હતો.
રાજુએ દાંત કચકચાવ્યા. હાથ ઊંચે વીંઝયા. હતું તેટલું જોર અજમાવીને કૂદકો માર્યો. નદી પરના લક્કડિયા પુલની નીચેનું લાકડું પકડી પાડ્યું.
હિંમતે મર્દા તો મદદે ખુદા ! રાજુનું એક કામ તો સફળ થયું. ઊંડા પાણીમાંથી બહાર આવ્યો, પણ હજી છે તેની આસપાસ મોત તો વીંટળાયેલું જ હતું.
અજગર આજ સુધીમાં કેટલાંય શિયાળ, હરણ વગેરેને મારીને પેટમાં જથ્થાબંધ ઓહિયાં કરી ગયો 6 હતો. આજ એને ખરો મરદ ભેટ્યો. ગુસ્સે ભરાયેલો 6 અજગર વધુ ને વધુ ભીંસવા માંડ્યો. રાજુનું શરીર 6 કળતું હતું. ભીંસ એવી હતી કે વેદનાથી ચીસ પાડી ઊઠે. છે પણ રાજુએ જોયું કે ડરવું ને મરવું સરખું છે.
એણે લાંબા અજગર પર દાવ અજમાવવા માંડ્યો. | ૧૦- 0-0--0-0-0-0-0-0- મોતને હાથતાળી
-0-0-0-0
0
0
0
0
0
શિકાર બન્યો શિકાર ! અજગરના શરીરને પુલના લાકડા સાથે ઘસતો નાનકડો રાજુ |
0
મોતને હાથતાળી
-0-0-0-0-0-0-0 –
૧૧
Page #8
--------------------------------------------------------------------------
________________
જ લક્કડિયા પુલ પર ચડી ગયો. દોડતો-દોડતો પોતાને ગામ પહોંચી ગયો.
અજગરના શરીરને પુલના લાકડા સાથે ઘસવા માંડયો.
શિકારને ભરડામાં લીધા પછી આસાનીથી ખતમ કરનાર અજગરને એક નવો જ અનુભવ થયો. એનો શિકાર એને સકંજામાં લેવા પ્રયત્ન કરતો હતો. અજગર પોતાના મજબૂત અને લાંબા શરીરને વધુ ભીંસવા લાગ્યો. રાજુ પૂરા જોશથી અજગરના શરીરને પુલનાં પાટિયાં સાથે ઘસવા માંડ્યો.
બેયની સામે મોત હતું. બંને બાખડતા હતા. પૂરી તાકાતથી ઝઝૂમતા હતા. એકબીજાને ખતમ કરવા મથતા
મોટાભાઈને જીવતો આવેલો જોઈને નાના ભાઈઓ તો રાજીના રેડ થઈ ગયા. સહુએ ચૌદ વર્ષના રાજુને શાબાશી આપતાં કહ્યું,
ધન્ય છે તારી વીરતાને ! રાજુ, તારું ગજું તો કહેવું પડે ! ભલભલા વીર હિંમત હારી જાય, મોટા મોટા શૂરવીર મૂંઝાઈ જાય એવે સમયે તેં અદ્ભુત હિંમત દાખતી, ધન્ય છે તને !”
કેરળ રાજ્યના કાલિકટ શહેરથી ૩૦ કિલોમીટર દૂર આવેલા થીરુવામ્બાડી ગામની નજીક આ સત્યઘટના બની.
એ દિવસ હતો ૧૯૬૨ની ૨૩મી જુલાઈનો.
હતા.
0
0
0
0
0-0
0
0
આખરે નાનકડા રાજુની જીત થઈ. અજગરનું શરીર લાકડા સાથે ઘસાવાને લીધે છોલાઈ ગયું. એમાંથી લોહી વહેવા માંડ્યું. આજુબાજુના પાણીનો રંગ લાલચટક બની ગયો.
અજગરના શરીરમાં ખૂબ પીડા થવા લાગી, એ શિકાર કરવા ગયો અને ખુદ શિકાર બની ગયો ! બીજાને સકંજામાં લેવા ગયો અને પોતે ફસાઈ પડ્યો !
અજગરે ભરડો ઢીલો કર્યો. જાન બચાવવા શિકારને 1 જવા દીધો. એ પાણીમાં આગળ સરકવા માગતો હતો.
જીવલેણ ભરડામાંથી રાજુ બહાર નીકળ્યો. તરત ૧૨ - 0-0-0-0-0-0-0-0-0- મોતને હાથતાળી
0
-0-0-0-0-0
0
0
0
-0
01
મોતને હાથ તાળી -0-0-0-0-0-0-0 – ૧૩
Page #9
--------------------------------------------------------------------------
________________
uquets
ન નમે તે
નારાયણ
આગ ! આગ !
દોડો ! ઘોડો !
ર
આગ ! આગ !
બચાવો ! બચાવો ! કોઈ રે બચાવો !
એકાએક આવો અવાજ સાંભળી સહુ ઝબકી ગયાં. જાણે ભરઊંઘમાંથી અચાનક જાગી ગયાં. ચારેબાજુ બુમરાણ મચી ગઈ. ઘરમાં હતાં એ બહાર આવ્યાં. બહાર હતાં એ આસપાસ દોડવા લાગ્યાં.
અહીંતહીં દોડે. તપાસ કરે. આગ લાગી છે ક્યાં ? આફત આવી છે ક્યાં?
| ૧૪
૩===30-0
-૦- મોતને હાથતાળી
સમય હતો સમી સાંજનો. દિવસ હતો ૧૯૬૯ની વીસમી ફેબ્રુઆરીનો.
કાગળ બનાવનારી એક મિલ. નામ એનું ટીટાગઢ પેપર મિલ્સ. આ મિલના કામદારોની એક કૉલોની, એમાં રત્નાકર રાઉત નામના સજ્જન રહે. રત્નાકર રાઉત કામસર બહાર ગયા હતા. એમના ઘરમાં હતાં એમનાં પત્ની અને ચાર બાળકો.
એકાએક રત્નાકર રાઉતના ઘરમાં આગ લાગી. રત્નાકર રાઉતની પત્નીએ આગ બુઝાવવા ઘણી મહેનત કરી, પણ આગ તો વધતી ચાલી. ધૂળ નાંખે તોય કંઈ ન થાય. પાણી છાંટે તોય સહેજે ન રોકાય. આગ ધીરેધીરે મકાનની લાકડાની છત પર પહોંચી. છત લાગી સળગવા. હવે કરવું શું ?
રત્નાકરની પત્ની હિંમત હારી ગઈ. એને થયું કે આ આગ ઓલવવા જતાં બધાંના જાન ગુમાવવા પડશે. એણે તરત પોતાનાં બે બાળકોને ઊંચક્યાં. એમને લઈને સળગતા ઘરમાંથી બહાર દોડી ગઈ.
આગ આગળ વધી. આગળના ઓરડાના દરવાજા સુધી ફેલાઈ ગઈ. બહાર ઊભાંઊભાં રત્નાકરની પત્ની ચીસ પાડે. જોરજોરથી રડે. પાછળના ઓરડામાં એનાં બે બાળકો રહી ગયાં હતાં. એક હતો ચાર વર્ષનો
ન નમે તે નારાયણ ——
|૧૫
Page #10
--------------------------------------------------------------------------
________________
છોકરો અને બીજી હતી છ મહિનાની માસૂમ બાળકી. હવે કરવું શું ? આગમાં જવું કેવી રીતે? આ બિચારા બાળકોનું થશે શું ?
માતાની વેદનાભરી ચીસો સાંભળી ઘણાં લોકો એકઠાં થયાં. જોતજોતામાં ત્રણસો માણસોનું ટોળું ભેગું થઈ ગયું. સહુ આગ બુઝાવવામાં મદદ કરે, પણ સળગતા ઓરડાને વીંધીને જવાની હિંમત કોઈ ન કરે. આગ ઓલવવી આસાન, પણ આગમાં ઝુકાવવું એટલે મોતનો સોદો !
પોતાનાં લાડકવાયાં બાળકોની દશા વિચારીને એની માતા છાતી ફાટ રડતી હતી. આગ વધતી હતી. લાકડાના ટુકડા બળીને નીચે પડતા હતા. ઉપરની છત તૂટતી હતી.
નજીકમાં વસતો નારાયણ પ્રસાદ દાસ હજી હમણાં જ રમતના મેદાન પર ખેલીને ઘેર આવ્યો હતો. ૧૯૫૩ના ઑગસ્ટ મહિનામાં જન્મેલા નારાયણને ફૂટબોલ અને કબડ્ડીની રમત બહુ ગમે.
રમત ખેલીને આવેલા નારાયણ નિરાંતનો દમ લે એ પહેલાં તો એણે તીણી ચીસ સાંભળી. નારાયણ ભારે | પરોપકારી. પારકાનું દુ:ખ પોતે સહન કરી શકે નહિ.
થોડા સમય પહેલાં આ નાનકડા છોકરાએ એક માણસની
જિંદગી બચાવી હતી.
અકસ્માતમાં ઘાયલ થયેલી એક વ્યક્તિ રસ્તાની બાજુએ પડી હતી. સહુ કોઈ એ રસ્તેથી પસાર થાય, ઘાયલ માનવીને જુએ, એની ઈજા તરફ અફસોસ બતાવે, પણ કોઈ મદદરૂપ થવાનો વિચાર ન કરે.
સહુને એમ કે ક્યાં વળી પારકી પંચાત વહોરવી ? પોલીસમાં જવું પડે! દવાખાને દોડવું પડે !
પોતાની જાતને ભૂલીને બીજાનો વિચાર કરે એ જ પરોપકારી. કશાય સ્વાર્થ વિના બીજાને મદદ કરે એ જ સાચો માનવી.
ઘાયલ માનવીને જોઈને નારાયણનું હૈયું પીગળી ગયું. એ તરત એની પાસે ગયો. સંભાળથી એને રિક્ષામાં બેસાડ્યો. પોલીસ સ્ટેશને જઈ અકસ્માતની જાણ કરી. પછી દવાખાનામાં લઈ ગયો. એને દાખલ કરાવ્યો. સારવારની વ્યવસ્થા કરી અને આ રીતે એણે એક કે માનવીની જિંદગી બચાવી લીધી.
કટક શહેરની નિગમાનંદ વિદ્યાપીઠમાં નારાયણ ભણે. ભારે અડગ વિદ્યાર્થી. ક્યારેય હતાશ થાય નહિ. ક્યારેય પાછી પાની કરે નહીં. એના મિત્રો કહે,
નારાયણ, તું ખરેખર નારાયણ છે. ન નમે તે કે નારાયણ, ન નાસે તે નારાયણ, ન ડરે તે નારાયણ.” |
0 900-9000000
૭
- 0-0-0-0-0-0-0-0-0- મોતને હાથતાળી
ન નમે તે નારાયણ-0-0-0-0-0-0-0-
૭
Page #11
--------------------------------------------------------------------------
________________
નારાયણ પ્રસાદ દાસ
નારાયણે જેવી ભયની ચીસ સાંભળી કે તરત જ એણે દોટ લગાવી. એ કૉલોનીમાં પહોંચી ગયો, કાળમીંઢ પથ્થરને પણ પિગળાવી નાંખે તેવું રુદન કરતી બાળકની માતાને જોઈ. માનો પ્રેમ તે માનો પ્રેમ ! એને ખબર પડી કે આ સળગતા ઘરની અંદર આ સ્ત્રીનાં બે બાળકો સપડાઈ ગયાં છે.
બહાર ત્રણસો માણસોનું ટોળું હતું. કોઈ જુવાન હતા. કોઈ જોરાવર હતા. સહુ કોઈ આમતેમ ફરે. વધતી આગને જુએ. તૂટતી છતને બતાવે. કોઈ રડતી
માતાને શબ્દોથી શાંત પાડવા પ્રયત્ન કરે. પણ સળગતી 6 આગમાં જવાની કોઈ હિંમત કરતું ન હતું. 6 સોળ વર્ષના નારાયણથી આ સહન થયું નહિ. એક છે માતા રડે અને પોતે કંઈ ન કરી શકે ? માતાના હૃદયની
વેદના એ જાણતો હતો. બીજા માનવીને મદદ ન કરે તે 4 માનવી શાનો ? બીજાને આપત્તિમાંથી ઉગારે એ જ ખરો આદમી.
નારાયણ પ્રસાદે કમર કસી, હિંમત કરી અને ભભૂકતી આગમાં ઝંપલાવ્યું. એને વાતોમાં વિશ્વાસ ન હતો. એ તો કામમાં માનતો હતો. નિરાધાર બનીને લાચાર રીતે જોવામાં એને રસ નહોતો. કોઈનો આધાર બનવામાં એ માનતો હતો.
0
-0
0
0
-0
0
-0
ઉપર લાકડાની છત સળગે. આજુબાજુ આગ લબકારા લે. સોળ વર્ષનો નારાયણ અંદર દાખલ તો થયો. સળગતો ઓરડો એણે વીંધવાનો હતો. બાજુના ઓરડામાંથી બાળકોને લાવવાનાં હતાં. બહાર નીકળવા | માટે બીજો કોઈ રસ્તો ન હતો. આથી સળગતા | ઓરડામાંથી જ બહાર નીકળવાનું હતું.
જાનનું પૂરું જોખમ હતું. આગમાં સપડાય તો બહાર ! નીકળાય તેમ ન હતું. પણ નારાયણ પ્રસાદ જોખમનું નામું માંડનારો ન હતો. એ તો શીખ્યો હતો કે ગમે તેવી છે મૂંઝવણ આવે તો માત થવાને બદલે માર્ગ કાઢવો. ન નમે તે નારાયણ -0-0-0-0-0-0-0 – ૧૯
0
-0
0
0
0
| ૧૮
- 0-0-0-0-0-0-0-0-0- મોતને હાથતાળી
Page #12
--------------------------------------------------------------------------
________________
આપત્તિ આવે તોય અડગ રહેવું. નારાયણ અંદર દાખલ થયો. છત પરથી સળગતાં લાકડાં ધડાધડ નીચે પડતાં હતાં. એક બળતું લાકડું એના માથા પર અથડાઈને નીચે પડ્યું. નારાયણને વાગ્યેય ખરું, પણ એ વિશે વિચારવાની ફુરસદ ક્યાં હતી ?
નારાયણ આગળ વધતો જાય, ધુમાડામાં હાથ વીંઝતો જાય. આજુબાજુ આગ અને વચ્ચે એકલો. નારાયણ ભારે ચપળતાથી આગના ભડકામાંથી બચે. હિંમતથી આગળ ધપે. આખરે એ બીજા ઓરડાના દરવાજા સુધી પહોંચી ગયો. અંદર દાખલ થયો.
એક હાથમાં ચાર વર્ષના બાળકને ઊંચક્યો. બીજા હાથમાં છ મહિનાની બાળકીને લીધી. નાનાં ભયભીત બાળકો તો નારાયણને ચોંટી જ ગયાં ! જાણે ભગવાન મળ્યા ! ડૂબતાને તરણું મળ્યું.
નારાયણના બંને પગ સખત રીતે દાઝી ગયા. હાથ પણ દાઝી ગયા.
હાથ અને પગમાં અપાર વેદના થાય, પણ એનો વિચાર કરે તો નારાયણ શેનો ? આગ વધતી જતી હતી. નારાયણે બાળકોને બાથમાં ભીડીને ભારે ઝડપથી દોટ મૂકી. સળગતા ઓરડાને વીંધીને બહાર નીકળી આવ્યો.
-0-0
-0-0
gggggggg ૭-૭ માં
-0-0-0-0-0
માનવતા કાજે મોતનો સોદો આગમાંથી બાળકોને બચાવતો નારાયણ
-0
૨૦)-0-0-0-0-0-0-0-0-0- મોતને હાથતાળી
ન નમે તે નારાયણ -0-0-0-0-0-0-0 -
૨૧
Page #13
--------------------------------------------------------------------------
________________
આíદો અશોક
એની આંખો ધુમાડાથી લાલચોળ થઈ ગઈ હતી. એના હાથ-પગ ઠેરઠેર દાઝી ગયા હતા.
એણે બંને બાળકોને એમની માતાને સોંપ્યાં. રડતીકકળતી માતાએ બાળકોને છાતીસરસા ચાંપી દીધાં. સોળ વર્ષના નારાયણમાં બાળકોની માતાએ નારાયણ - ભગવાન - દીઠા. માતાની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. આનંદનાં આંસુ ! એણે નારાયણને અંતરથી કેટલાય આશીર્વાદ આપ્યા.
નારાયણની હિંમત જોઈને બધા કહેવા લાગ્યા,
“શાબાશ ! છોકરા, શાબાશ ! ખરેખર, ન નમે તે છે નારાયણ પ્રસાદ છે.”
સોળ વર્ષના નારાયણ પ્રસાદને અનેરી વીરતા બતાવવા માટે ભારત સરકાર તરફથી ચંદ્રક મળ્યો.
પાંચ ભાઈઓમાં સૌથી નાનો નારાયણ પ્રસાદ અભ્યાસમાં પણ એટલો જ આગળ છે. મોટા થઈને ડોક્ટર બનવાની એને ઇચ્છા છે. બાળપણમાં એણે પોતાની હિંમતથી બીજાઓની સેવા કરી, મોટો થઈને પોતાના જ્ઞાનથી, ડૉક્ટર બનીને પણ એ ગરીબ અને નિરાધારની સેવા કરવાનો વિચાર રાખે છે.
૩.
0
0
0
0
000000ાઉથgg *
૧૮૫૮ની ૧૪મી નવેમ્બર.
૧૪મી નવેમ્બર એટલે ૫. જવાહરલાલ નહેરુનો જન્મદિવસ.
પં. નહેરુ તો બાળકોના પ્યારા ચાચા.
બાળકો એમને જેટલો પ્રેમ કરતા, એટલા જ એ છે બાળકોને ચાહતા હતા.
બાળકોના પ્યારા ચાચાનો જન્મદિવસ એ બાળદિન ગણાયો.
એ બાળદિનની યાદમાં એક ટિકિટ બહાર પડી.
0
0
0
0
01
૨૨
= 0
0 0 0 0
0 0 0 0ા મોતને હાથતાળી
આનંદી અશોક
-0-0-0-0-0-0-0 ૨૩
Page #14
--------------------------------------------------------------------------
________________
ટપાલની એ ટિકિટ પર એક સાવ નાનકડા બાળકનું ચિત્ર હતું.
સહુને અચરજ થયું. ટિકિટ પર તે આવા નાનકડા બાળકનો ફોટો કેમ છપાયો હશે ?
ટિકિટ પર તો ગોપાળ કૃષ્ણ ગોખલે કે મહાત્મા ગાંધી જેવા મહાપુરુષોના ફોટા હોય. મીરાંબાઈ, કબીર કે નાનક જેવા સંતનાં ફોટા હોય, અજંતા કે તાજમહેલ જેવી દેશની બેનમૂન કલાકારીગરીના ફોટા હોય. નામી અને પરાક્રમી પુરુષોના ફોટા હોય. આ તો સાવ નવી નવાઈની વાત !
ટિકિટ પર નાના છોકરાનો ફોટો ! એય વળી કોઈ બીમાર છોકરાનો ફોટો.
લોકોમાં ઇંતેજારી વધી. એનું નામ જાણવાની આતુરતા થઈ. સહુ વિચારે કે આવાં નસીબ કઈ માતાનાં
શહેરમાં અશોકને જન્મ આપ્યો.
અશોક ભારતનાં બાળકોની જેમ જભ્યો અને ઊછરવા લાગ્યો. એ સમયે દેશમાં બાળકોના મરણનું પ્રમાણ ઘણું હતું.
અનેક નાના-મોટા રોગો બાળકોને થતા. પૂરી સારવાર મળે તેવી જોગવાઈ નહોતી. માતા-પિતા પણ સારવારમાં બહુ સમજતાં નહિ.
બાળકો નાની વયમાં મોતનો શિકાર બનતાં. કેટલાંક બાળકો રોગનો સામનો કરી જીવતાં ખરાં, પણ તેઓ સદાને માટે અપંગ બનીને જીવન ગુજારતાં.
નાનકડો અશોક હજી કાલું-કાલું બોલે, બરાબર ચાલતાં પણ શીખ્યો ન હતો. ત્યાં એને ન્યૂમોનિયા થયો. શરીરમાં તાવ ભરાયો. આખું શરીર શેકાય. ઉધરસ તે ! કેવી ! એક મિનિટ પણ મોં બંધ થાય નહીં.
તાવ વધતો ગયો. બાળક સાવ નાનું અને માંદગી | ઘણી ગંભીર ! ફૂલ કરમાઈ જવાની બીક ઊભી થઈ. નાનકડા અશોકને તરત જ દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો.
અશોક જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા લાગ્યો. પાંચ દિવસ તો એને પ્રાણવાયુ (ઑક્સિજન) પર રાખવામાં , આનંદી અશોક -0-0-0-0-0-0-0- રપ
0
0
0
હશે ?
0
0
0
0
આની તપાસ કરી. ખબર પડી કે એક મધ્યમ વર્ગના અજાણ્યા માનવીનો અઢી વર્ષનો દીકરો છે. એનું નામ અશોક છે.
અશોકના પિતા હીરાકુડ બંધ પર કામ કરે. એની | માતાએ એની નજીકમાં આવેલા ઓરિસ્સાના સમ્બલપુર ૨૪ - 0-0-0-0-0-0-0-0-0- મોતને હાથતાળી
0
Page #15
--------------------------------------------------------------------------
________________
આવ્યો. છë દિવસે અશોકની તબિયત સુધરી. એની માતાના જીવમાં જીવ આવ્યો.
અશોક બીમારી સામે બાખડ્યો. મોત સામે લડ્યો ને જીત્યો, પણ બીમારી પાછળ થોડી અસર મૂકતી ગઈ.
શરદી અશોકની સાથીદાર બની ગઈ. ઉધરસ તો સતત ચાલુ જ . જરાક ખુલ્લામાં ફરે કે બગીચામાં જરા લટાર મારે કે આખી રાત દમ જેવું રહે.
વ્યાધિ ઘણી આવે, વેદના ઘણી થાય, છતાં અશોક મોજમાં રહે, હસતો રહે, આનંદથી ખેલતો રહે.
ઉધરસ એટલી આવે કે બેવડ વળી જાય, પણ એ હુમલો શર્મ કે પાછો રાજા ! ખેલતો-કૂદતો રાજા!
આનંદી અશોક સહુનો લાડીલો ! માબાપનેય એની ગેરહાજરી ગમે નહિ. એના દોસ્તો એના વિના રમે નહિ. નોકરોને પણ એટલો જ પ્રિય.
એક દિવસ અશોકે વિક્રમ નોંધાવ્યો. પા પા પગલી માંડી. સહુના આનંદનો પાર રહ્યો નહિ. એ આંગણામાં રમતા પોપટ, કાબર અને કબૂતર પાછળ દોડે. નિર્દોષ પંખી જેવું કિલ્લોલ કરતું એનું જીવન જોઈને માતા-પિતા પણ ધન્યતા અનુભવવા લાગ્યા.
થોડો સમય પસાર થઈ ગયો.
0
એવામાં એકદમ શીતળાનો વા ફેલાયો. આવું કંઈ થાય એટલે અશોકની માતાની ચિંતાનો પાર ન રહે. બાજુમાં બીમારીના સમાચાર સાંભળે અને ઘેર બીમારી આવી હોય એટલી ચિંતા કરે. અશોકની માતાએ તરત જ એની રસી મુકાવી, પણ અશોકનું શરીર રાતે ગરમ રહેવા લાગ્યું.
એક રાત તો બહુ ખરાબ વીતી. અશોક ઝબકીઝબકીને જાગતો. પગ ને માથું પટકતો. તાવથી એનું શરીર ભરાયેલું હતું.
સારા નસીબે બીજે દિવસે તાવ ઊતરી ગયો. માતા-પિતાને હૈયે શાંતિ વળી. અશોકનો તો એ જ હસમુખો ચહેરો ! એ જ આનંદી સ્વભાવ ! એટલો મોજમાં રહે કે કોઈને કલ્પનાય આવે નહિ કે ગઈકાલે તો આ છોકરો જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો હતો ! અશોક પર પાર વિનાની આપત્તિ આવી હતી. હસતા કે બાળકે એકેએક આપત્તિને આનંદથી પસાર કરી. - એવામાં એક નવી વસ્તુ એના શરીરમાં દેખાવા લાગી. અશોક પગ પર બેસી શકતો નહિ, ટેકો લઈને ઊભો થઈ શકતો નહિ. આવું હોય ત્યારે જાતે ચાલી શકવાની તો વાત જ ક્યાંથી થાય ?
અશોકની માતા બાળકને લઈને ડૉક્ટરો પાસે | આનંદી અશોક -0-0-0-0-0-0-0- ૨૭
0-0-0-0
-0-0-0-0-0
-0
૨૩ - 00-0-0-0-0-0-0-0- મોતને હાથતાળી
Page #16
--------------------------------------------------------------------------
________________
ETTE
ગઈ. ડૉક્ટરો બાળકને જોતાં અને વિચારમાં પડી જતાં. શહેરના એક મોટા ડૉક્ટરને બતાવ્યું. એમણે કહ્યું કે અશોકને બાળલકવાનો રોગ થયો છે.
એની માતાનાં બારેબાર વહાણ ડૂબી ગયાં. એક તો આટલા બધા રોગો થવાથી અશોકનો બાંધો સાવ નબળો થઈ ગયેલો. એમાં આ રોગમાંથી ઊગરવા માટે શરીરની ઘણી તાકાત જોઈએ. હવે શું થશે ? અશોક જીવનભર અપંગ રહેશે ?
હસતો-ખેલતો અશોક ચાલી શકતો ન હતો. કોઈ બેસાડે તો બેસે. હવે ન હરાય-ફરાય, ન સહેજે બહાર જવાય. રોગ તો ભારે, પણ નાનકડો અશોક એવો જ છે આનંદી, કાલું-કાલું બોલ્યા કરે ! મોજમજા કર્યા કરે ! છે
અશોકના હસતા ચહેરાને જોઈને એની માતાને છે હિંમત આવી. એણે ડૉક્ટરોની સલાહ લીધી. જરૂરી છે દવાઓ આપી. દીકરીના પગે માલિશ કરવા લાગી.
થોડું બાકી હતું તે અશોકને ફરી ન્યૂમોનિયાના છે રોગનો હુમલો થયો. હવે તો લાજ ઈશ્વરને હાથ રહી. છે મિત્રો, સગાંઓ અને ડૉક્ટરોએ ભારે દોડધામ કરી.
આકરી કસોટીનો સમય હતો, પણ ન્યૂમોનિયાના છે રોગમાંથી અશોક બહાર આવ્યો. એનો આનંદ તો એવો છે
ને એવો જ હતો. આ પછી એની માતા એને લઈ દિલ્હી આનંદી અશોક -0-0-0-0-0-0-0- ૨૯
હિમત કદી ન હારવી ! ચિંતાતુર માતાપિતા, બીમાર છતાં આનંદી અશોક ૨૮-0-0-0-0-0-0-0-0-0- મોતને હાથતાળી
Page #17
--------------------------------------------------------------------------
________________
નેહરુચાચાએ અઢી વર્ષના અશોકને તેડ્યો. એના કપાળ પર પોતાનો વરદ હાથ ફેરવ્યો ત્યારે સહુના આનંદનો પાર રહ્યો નહિ.
ફક્ત નેહરુચાચાએ જ અશોકને વહાલ કર્યું એવું નથી, પણ રાજેન્દ્રબાબુ અને પં. ગોવિંદવલ્લભ પંતે પણ આશીર્વાદ આપ્યા.
ધન્ય અશોક તને ! તેં હસતે મુખે મોત પર વિજય મેળવ્યો !
ગઈ. દિલ્હીમાં એ વખતે રશિયાના એક ડૉક્ટર આવ્યા હતા. એમણે અશોકની માતાને હિંમત રાખવા કહ્યું. ઇલેક્ટ્રિક સારવાર આપવા કહ્યું. ડૉક્ટરે કહ્યું કે અશોક જરૂર ચાલતો થશે.
માતા-પિતાના હૃદય આનંદથી નાચી ઊઠ્યાં. રે ! અશોક ચાલતો થાય, અશોક નાચતો-કૂદતો થાય, તો પછી અમારે શું જોઈએ ?
થોડા દિવસ સારવાર લીધી. અશોક એના પગ પર ઊભો રહેતો થયો અને ધીરે ધીરે ચાલતો થયો.
પં. નહેરુએ અશોકની કહાણી સાંભળી. એમણે | અશોકને પોતાના જન્મદિવસની ટિકિટ માટે પસંદ કર્યો.
વાઘ સામે નહિ, સિંહ સામે નહિ, સાપ કે વીંછી સામે નહિ, પણ ખુદ મોત સામે લડનાર અશોકને એમણે પસંદ કર્યો.
પુત્રનું ગૌરવ એ માતાપિતાનું ગૌરવ છે. એ રીતે પોતાના બાળક માટે માતાપિતાએ કરેલી મહેનતની પ્રશંસા કરી. અશોકને સારવાર આપનારા ડૉક્ટરો અને
નર્સોને પ્રમાણપત્ર આપ્યાં. ( ૧૪મી નવેમ્બરે જ્યારે એની માતા અશોકને લઈને
૫. જવાહરલાલ નહેરુને મળવા માટે ગઈ ત્યારે
0
0
0
0
0
0
0
0
0
0
0
૩૦ - 00-0-0-0-0-0-0-0- મોતને હાથતાળી
આનંદી અશોક
-0-0-0-0-0-0-0-
૩૧
Page #18
--------------------------------------------------------------------------
________________
નામ.
હૈયાનાં હેત
૪
ધંધુકા તાલુકાનું નાનકડું ગામ. આકરુ એવું એનું
આ ગામમાં બે ભાઈ રહે. એક જ ઘરમાં રહે. મોટા ભાઈનું નામ પ્રભાતસિંગ, નાના ભાઈનું નામ અમરસિંગ. પ્રભાતસિંગને એક પુત્ર. ચંદુ એનું નામ.
અગિયાર વર્ષનો ચંદુ નિશાળે જાય. શાળાએથી છૂટી રમવા જાય, પણ એને ખરી મજા તો પોતાની નાની બેનને રમાડવામાં આવે.
અમરસિંગને એક દીકરી. પાંચ મહિનાની એ છોકરી. હજી એનું નામ પાડ્યું ન હતું. કોઈ બેબી કહી બોલાવે. 5-0-0-0-0- -૦-૦-૦-૦ મોતને હાથતાળી
વહાલમાં બેબલી કહી રમાડે.
ચંદુને નાની બેન પર ભારે હેત. એને ખૂબ મોજથી રમાડે. ધીમેથી તાલી પાડીને ચમકાવે. ચપટી વગાડીને હસાવે. હાથ ઊંચો કરીને સલામ કરાવે, બે હાથ ભેગા કરીને પ્રણામ કરાવે. પોતે ખડખડાટ હસીને તેને ખૂબ હસાવે.
એક વાર પ્રભાતસિંગ અને અમરસિંગ વચ્ચે ઝઘડો થયો. એક ઘરમાં ભેગાં રહેતાં વાસણ ખખડ્યાં.
ઝઘડો મનનો હોય છે. એકબીજાનાં મન કોચવાણાં. ઘરમાં ચડસાચડસી થઈ. નાની વાત વાદે ચડી.
વાદ એવો કે કજિયાનું ઠેકાણું ન રહે. કજિયો એવો કે એમાં બોલવાનું ભાન ન રહે. બંને વચ્ચે ખૂબ બોલાચાલી
થઈ.
મોટો ભાઈ મોટાઈ ભૂલ્યો, નાનો ભાઈ વિનય ભૂલ્યો.
સાવ નાની વાત વર્ષોથી ભેગા રહેનારને જુદા પાડનારી બની. બંને ભાઈ જુદા રહેવા લાગ્યા. એમની વચ્ચે કોઈ વાતચીત નહિ. સામે મળે તો બોલે નહિ. આંખથી આંખ મેળવે નહિ. કશી ઓળખાણ હોય નહિ એમ એકબીજાને જોતાં આડું મોં કરીને ચાલે.
મોટા લડે, એમાં મુશ્કેલી નાનાને પડે, બે ભાઈ હૈયાનાં હેત -૦-૦-૦-૦ ૩૩
--0
0101
Page #19
--------------------------------------------------------------------------
________________
એકબીજાને ન મળે તો ચાલે, પણ ચંદુથી નાનકડી બેનને મળ્યા વિના તો રહેવાય જ કેમ !
એને નાની બેન યાદ આવે. હૈયામાં હેત ઊભરાય. જઈને રમાડવાનું ખૂબ મન થાય. વિચાર કરે કે અત્યારે બેબલી શું કરતી હશે ? કોની સાથે રમતી હશે ?
મન તો ઘણુંય થાય, પણ કાકાને ત્યાં જવાય કેમ ? પિતાએ ચેતવણી આપી હતી. એમણે કહ્યું હતું,
“ખબરદાર ! ત્યાં ગયો છે તો ? તારો ટાંટિયો જ ભાંગી નાખીશ. એના ઘર સામે જોવાનું નહિ. એનું નામ લેવાનું નહિ. બેબલીને રમાડવાની તો વાત જ કરવાની
એક દિવસ એનાથી રહેવાયું નહિ. દોડતો જઈ પહોંચ્યો કાકાને ઘેર. અમરસિંગ કાકા તો બહાર ગયા હતા. કાકી ઘરમાં હતાં. એમણે ચંદુને જોયો. ચંદુ કહે,
“બેબલી ક્યાં છે ? એને રમાડવા હું આવ્યો છું.”
કાકી કહે, “બેટા ચંદુ, આપણા ઘર વચ્ચે કોઈ વહેવાર નથી. બંને ઘર જુદાં છે. આથી હવે તને બેબલી રમાડવા ન અપાય.”
ચંદુને તો પગ નીચેથી ધરતી સરકતી લાગી. એની આંખમાં આંસુ ઊમટ્યાં. એ જોશભેર રડી ઊઠ્યો અને બોલ્યો,
કાકી, મને બેબલી વિના સહેજે ગમતું નથી. મારા બાપુએ પણ અહીં આવવાની ના પાડી હતી. મનને ઘણુંય રોક્યું, પણ આખરે રહેવાયું નહિ એટલે બેબલીને રમાડવા આવ્યો છું.”
ચંદુની આંખમાં આંસુ જોઈને કાકીનું મન પીગળ્યું. ચંદુને પાંચ મહિનાની બેબી રમાડવા આપી.
ચંદુના આનંદનો પાર ન રહ્યો. તાલી પાડી. એની ! આજુબાજુ નાચવા લાગ્યો. ચપટી વગાડી ખેલ કરવા લાગ્યો. નાની બેન તો ગેલમાં આવી ગઈ.
એણે ઊંચા હાથ કર્યોય ચંદુ એના ઇશારા સમજતો |
0
0
0
૭૩-09-8000
0
0
નાનકડો ચંદુ વિચારે કે એવું તે શું થયુ કે કાકા સાથે બોલાય નહિ ? કાકા અને બાપુ વચ્ચે ઝઘડો થયો હોય, પણ એમાં બેબલીનો શો ગુનો ! એને રમાડવાની મનાઈ શા માટે ?
ચંદુ ચતુર હતો, પણ એનાથી મોટાઓની આ વાત સમજાઈ નહિ.
એને સતત નાની બેનની યાદ સતાવે. મનમાં થાય છે કે આજે એને કોણે ગેલ કરાવી હશે ! આજે એને કોણ | બહાર ફરવા લઈ ગયું હશે ? ૩૪ - 0-0-0-0-0-0-0-0-0- મોતને હાથતાળી
0
0
0
0
હૈયાનાં હેત
-0-0-0-0-0-0-0 –
૩પ
Page #20
--------------------------------------------------------------------------
________________
હતો. એની મૂંગી ભાષા જાણતો હતો. આ જોઈને એણે કહ્યું, “હં.... હવે તારે ફરવા જવું છે ને ? બોલ, ક્યાં ટહેલવા જવું છે ? બજારમાં જઈશું કે ખેતરે જઈશું? બોલ, બોલ.”
ચંદુની વાત નજીકમાં બેઠેલાં કાકી સાંભળે. ચંદુને જોઈને પાંચ મહિનાની બાળકી કેવી ગેલમાં આવી ગઈ એ આશ્ચર્યથી નિહાળે.
ચંદુએ તો બેબલીને તેડી લીધી. ઘરની બહાર નીકળ્યો. બહાર નીકળતાં કાકીને કહ્યું કે બેબીબેન જરા બજારમાં આંટો મારીને આવે છે !
કાકી વિચાર કરે કે હા કહું કે ના કહું, જો ચંદુના છે કાકાને ખબર પડે તો એમનાં બધાંય વર્ષ પૂરાં થઈ જાય,
પણ નાનાં બાળકોનું વહાલ જોઈને એ કશું બોલી શક્યાં છે નહિ. થોડી વારમાં ચંદુ બેબીને ગેલ કરાવતો-કરાવતો 0 ક્યાંય આગળ નીકળી ગયો.
અગિયાર વર્ષનો ચંદુ પોતાની પાંચ મહિનાની નાની બેનને બજાર બતાવવા લાગ્યો. રમકડાંની દુકાને ઊભો 6 રહીને રમકડાં બતાવે. રસ્તા પર મદારી ખેલ કરે. ઘૂઘરી છે પહેરી નાચતા માંકડાને બતાવે. 6 બેનને ગેલ કરાવતો જાય. ધીરે-ધીરે આગળ વધતો
જાય. ૩૬૦ 0 0 0 0 0 0 0 0 મોતને હાથતાળી
ગામડાની બજાર સાવ સાંકડી. બે બાજુ દુકાનો અને વચ્ચે ધૂળિયો રસ્તો, ગાય, ભેંસ અને બળદ પાણી પીવા છૂટ્યાં. ચંદુ બેનને ગાય બતાવે, ભાંભરતી ભેંસ બતાવે.
એવામાં એક બળદ આવ્યો. ખૂબ ઝપાટાથી દોડતો આવ્યો. આમતેમ શિંગડાં ઉછાળતો આવ્યો.
ચંદુ બેનને લઈને એનાથી બચવા ગયો. રસ્તાની સામી બાજુએ જવા ગયો. એટલામાં બીજી બાજુથી બીજો બળદ આવ્યો. બેય બળદ તોફાને ચડ્યા.
તલવાર સામે તલવાર અફળાય એમ બળદનાં શિંગડાં સામે શિંગડાં ભટકાવા લાગ્યાં.
બળદનું મોટું મોટું શરીર. લાંબાં અણીદાર શિંગડાં. | શિંગડાં એવાં ઉલાળે કે ભલભલો ફંગોળાઈ જાય.
અગિયાર વર્ષનો ચંદુ બેની વચમાં ફસાઈ ગયો. | રસ્તા પરથી બધાં માણસો આઘાપાછાં થઈ ગયાં. ચંદુને એક બળદનો જોરથી ધક્કો વાગ્યો. ચંદુ ફંગોળાઈ ગયો. કેડે તેડેલી નાની બેન નીચે પડી.
ચંદુએ રાડ પાડી, “ઓ...મારી બેન...રે....”
પણ તરત ચંદુ સાવધ થયો. વિચાર કર્યો કે બેબલી | પર બળદનો પગ આવશે, તો પછી ?
0
0
0
C00009
હૈયાનાં હેત
-0-0-0-0-0-0-0 - ૩૭
Page #21
--------------------------------------------------------------------------
________________
બૂમ પાડવાની આ વેળા ન હતી. ચીસ પાડવાનો કોઈ અર્થ ન હતો. હિંમત એ જ હવે એનું હથિયાર હતું.
અગિયાર વર્ષનો ચંદુ તરત ઊભો થયો. જમીન પર પડેલી પાંચ મહિનાની બેન પર ચાર પગે ગોધલી થઈને ઊભો રહ્યો. મન મક્કમ કરીને ખડો રહ્યો. જોર હતું એટલું ભેગું કરીને ઊભો રહ્યો.
બે બાજુ બે બળદ આથડે. ચારે પગ ઉછાળે. શિંગડા વીંઝે.
બંને યુદ્ધે ચડ્યા હતા. યુદ્ધ તે કેવું ? કોઈ પાસે ન જઈ શકે. ધૂળ એવી ઊડી કે આજુબાજુ કશું દેખાય નહિ. | ચંદુ સહેજે ચસક્યો નહિ. ધક્કો વાગે, પણ ડગ્યો
નહિ. ઉપર બળદની હડિયાપાટી ચાલે, પણ ચંદુ સહેજે | ખસે નહિ. એનું તન મક્કમ. એનું મન મજબૂત.
થોડી વારમાં લોકો ભેગાં થયાં. એમણે બળદોને આઘા કાઢ્યા. ચંદુ ઊભો થયો. એને ખૂબ વાગ્યું હતું, પણ | બેબલીને સાજીનરવી જોઈને એ પોતાના ઘા ભૂલી ગયો.
બેબલીને તેડી ઘર ભણી દોડ્યો. કાકીએ લોહીલુહાણ ચંદુને જોયો. અમરસિંગ ઘેર આવી ગયા હતા. એમણે
ચંદુની આવી હાલત જોઈને પૂછ્યું, | “અરે ચંદુ ! આ શું? શું કોઈ અસ્માત થયો છે ?”
- 0
0
-0
0
-0
0
-
0
-0
0
0
0
-0
0
-0
||
Dovan
!
-0
0
આફતની વચ્ચે બળદના ધક્કાથી નીચે પડેલો ચંદુ
-0
-0.
૩૮
- 0-0-0-0-0-0-0-0-0- મોતને હાથતાળી
હૈયાનાં હેત
-0-0-0-0-0-0-0 –
૩૯
Page #22
--------------------------------------------------------------------------
________________ ચંદુ કહે, “કાકા, મને કશું નથી થયું. મારી વહાલી બેબલીની સંભાળ લો. જુઓ, એને તો વાગ્યું નથી ને ?" અમરસિંગે જોયું તો પાંચ મહિનાની બેબી હેમખેમ હતી, પણ ચંદુના હાથમાંથી અને પગમાંથી લોહી વધે જતું હતું. એનાં કપડાં લોહીથી તરબતર હતાં. ચંદુએ બધી વાત કરી. ચંદુને તરત દવાખાને લઈ ગયા. જઈને પાટાપિંડી કરાવી. અમરસિંગ એને ઘેર મૂકવા ગયા. પ્રભાતસિંગ નાના ભાઈને આ રીતે આવતો જોઈ વિચારમાં પડ્યા. એમને થયું કે શું આ સાચું છે કે એ સ્વપ્ન જુએ છે ? ભાઈના છે હાથમાં ચંદુને ઊંચકેલો જોયો. અમરસિંગે મોટાભાઈને બધી વાત કરી. પ્રભાતસિંગ છે સાંભળી જ રહ્યા. બંને મનોમન ભાઈબેનના અતુટ હેતને સમજ્યા. થોડી વાર બંને મૂંગા રહ્યા. એમની આંખમાં 0 આંસુ આવ્યાં. બંને એકબીજાને હેતથી વળગી પડ્યા. - પ્રભાતસિંગ કહે, નાનકડાં ભાઈ-બેનનાં હેતે બે ભાઈનાં હેત પાછાં છે દીધાં ! બે કુટુંબને ભેગાં કર્યાં ! આ નાનાં છોકરાં તો મોટાંનેય શીખવનારાં નીકળ્યાં !" 0 0 0 0 0 0 0 000-0-0-0-0-00 * 0 0 0 0 40 0 0 0 0 0 0 0 0 0aa મોતને હાથતાળી 0-0-0 -0-0-0-0-0 -9