Page #1
--------------------------------------------------------------------------
________________
21
निबंध
त्थु ण समणस्स भगवओ महावरिस्स
માંસાહારનો
પ્રશ્ન
પA
8 લે ખ ક ? તપાગચ્છાધિપતિ શાસનસમ્રાટું સૂચિકચક્રવર્તી સર્વતંત્રસ્વતંત્ર તીર્થોદ્ધારક આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના
| પટ્ટાલંકાર કવિરત્ન શાસ્ત્રવિશારદ આચાર્ય મહારાજ શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજીના
શિષ્યરત્ન મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના
_S 3
મુનિરાજ શ્રી ધુરંધરવિજયજી
પ્રકાશન-સહાયક : કપડવણજ શ્રી જૈનસંઘ શેઠ જેશિગભાઈ પ્રેમાભાઈ
IIIIIIIIIIIIIIIIIIIIlllllllllllllllllll
૧૯૯૫ ]
વીર સંવત ૨૪૬૫
[ ઈસ્વી સન ૧૯૩૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #2
--------------------------------------------------------------------------
________________
માંસાહારનો પ્રશ્ન
લેખક:મુનિરાજ શ્રી રધરવિજયજી.
“પ્રસ્થાન” માસિકના ચાલુ વર્ષના કાર્તિક માસના અંકમાં શ્રીગાપાળદાસ જીવાભાઇ પટેલે શ્રી ભગવતીજી સૂત્રના ૧૫મા શતકના પાઠને આધારે શ્રી મહાવીરસ્વામીએ એક વખત માંસાહાર કર્યાં હતા એમ સિદ્ધ કરવા પ્રયત્ન સેવ્યેા છે અને તેમ કરીને તે વિષયક ચર્યાં. શાન્ત કરવાને બદલે વિશેષ ઊહાપોહ ઉત્પન્ન કર્યો છે. આ બાબતનું સત્ય સ્વરૂપ જો પ્રગટ કરવામાં ન આવે તો ઘણાએકને મતિવિભ્રમ થવા સંભવ છે, માટે એ ભ્રમને દૂર કરવામાં ઉપયાગી એવી કેટલીક વાતા નીચે જણાવવામાં આવે છે.
[ 1 ]
પૂર્વીપરના સબન્ધુ મેળવ્યા સિવાય વાકયના અથ કરતાં અનર્થ થઈ જાય છે. માટે જૈન આગમેામાં માંસાહારા જે સ્થાને સ્થાને સખ્ત નિષેધ છે, તે વાત લક્ષ્યમાં રહેવી જોઇએ. જેમકે સૂયગડાંગ સૂત્ર અધ્યયન ખીજામાં મુનિઓના આચાર પ્રસ્તાવમાં ગમનમાંતાલિળા (મુનિએ) મદ્ય અને માંસ નહિ ખાનારા' એવા સ્પષ્ટ પાઠ છે.
શ્રી ભગવતીજી સૂત્ર શતક ૮, ઉદ્દેશ ૯ મામાં શ્રી ગૌતમસ્વામીજી ભગવાન મહાવીરને નરક ગતિ યોગ્ય કામ`ણુ શરીર પ્રયાગ અધનું કારણ પૂછે છે તે ભગવાન મહાવીર ઉત્તર આપે છે, તે આ પ્રમાણે—
नेरइयाउ कम्मासरीरप्प्रयोग बंधेणं भंते ? पुच्छा ।
महारंभयाए महापरिग्गहयाप कुणिमाहारेणं पंचिदियवहेणं नेरइयाउयकम्मासरीरप्पयोगनामाए कम्मस्स उदपणं नेरइयाउयकम्मासरीरजाव
વયોવછે.
પ્રશ્ન{હે ભગવન,) નારકીના આયુષ્ય ચેાગ્ય કાણુ શરીર પ્રયાગબંધનું કારણુ
શું છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
[[ ૭૦]
શો જન સત્ય પ્રકાશ ઉત્તર-હે ગૌતમ) મહારંભથી, મહાપરિગ્રહથી, માંસાહારથી અને પંચેન્દ્રિયના વધથી નારકીના આયુષ્યને કાર્મણ શરીર પ્રયોગ બંધ થાય છે.
એ જ પ્રમાણે શ્રી સ્થાનાંગ સૂત્રમાં એથે ઠાણે નીચે પ્રમાણે પાઠ છે
चाहिं ठाणेहिं जीवा रइयत्ताप कम्मं पकरेति तंजहा महारंभयाए महापरिग्गहयाए पंचेदियवहेणं कुणिमाहारेणं ॥
આ ચાર કારણો વડે જીવો નારક એગ્ય કર્મ બાંધે છે–૧ મહારંભ, ૨ મહાપરિગ્રહ, ૩ પંચેન્દ્રિયવધ અને ૪ માંસાહાર.
વળી ઉવવાઈ સૂત્રમાં પણ માંસાહારી નારકીને ગ્ય કર્મ બાંધી નરકગતિમાં ઉત્પન્ન થાય છે, એ પાઠ છે તે આ પ્રમાણે
चउहिं ठाणेहिं जीवा रइयत्ताए कम्म पकरेंति रहत्ताए कम्म पकरेत्ता रइपसु उववजंति तंजहा महारंभयाए महापरिग्गहयाये पंचदियवहेणं कुणिमाहारेणं ॥
તે જ પ્રમાણે શ્રી દશવૈકાલિક સૂત્ર, ચૂલિકા બીજી; ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમા, સાતમા અને એમણુથમા અધ્યયને વગેરે સ્થળોએ માંસાહારને સ્પષ્ટ નિષેધ કરેલ છે. આ બધી વાત ધ્યાનમાં રાખીને જ જે તેની સાથેના સૂત્રને અર્થ કરવામાં આવે તે જ યથાવસ્થિત સ્વરૂપે પ્રાપ્ત થાય. માટે શ્રીઆચારાંગ વગેરે સૂત્રમાં જ્યાં “માં” વગેરે શબ્દોનો ઉપયોગ આવે છે, ત્યાં તે શબ્દનો ઉપયુંકત પાઠોને બાધ ન આવે તેવો “મુનિ વદિ રિમોને ” (ભેગ એટલે બાહ્ય પરિભેગ) અથવા “ માંસ
૪ (માંસ એટલે ફલને ગર્ભ) એવો અર્થ પ્રાચીન ટીકાકારે શ્રી શીલાંકાચાર્ય વગેરેએ સ્કુટ રીતે કરેલ છે. શ્રી દશવૈકાલિક સૂત્ર પંચમ અધ્યયનની ગાથા ૩૭૦ ને અર્થ કરતાં શ્રીહરિભદ્રસૂરિજી પુદ્ગલ શબદનો માંસ અર્થ દર્શાવી તરત જ મને તુ કરીને પૂર્વોપરના અનુસંધાન તથા પ્રકરણને લગતે તેનો અર્થ “તથાવિધ ફળ” એમ વનસ્પતિને લગત કરે છે. તે બીજા અર્થમાં જ તેમની અનુમતિ છે. કારણ કે કોઈ પણ આચાર્યના વાક્યનો અર્થ સમજતાં પૂર્વે તેમની શૈલી જાણવી જોઈએ. શ્રી હરિભદ્રસૂરિજી પ્રખર ન્યાયનિપુણ હતા તેમ તેમના વિરચિત અનેક ગ્રન્થ સાક્ષી પૂરે છે. ન્યાય શાસ્ત્રની એક એવી શિલી છે કે એક પક્ષ બતાવી તે પક્ષમાં પિતાની અરૂચિ દર્શાવવાનો અને સ્વાભિમત સિદ્ધાન્ત અર્થ બનાવવાને માટે જો તુ રે તુ ઇત્યાદિ શબ્દોથી બીજે પક્ષ બતાવાય છે. આ શૈલી ન્યાયશાસ્ત્રના આકરગ્રન્ય ચિન્તામણિની દીધિતિ ઉપર જાગદીશી ગાદાધરી વગેરે ન્યાયગ્રન્થમાં સ્થાને સ્થાને સ્પષ્ટ છે. આ શૈલીથી હરિભદ્રસૂરિજીને વનસ્પતિવાળો અર્થ અભિમત છે.
આ રીતે પૂર્વીપરનું અનુસંધાન કરતાં ભગવતી સૂત્રના ૧૫મા શતકમાંના પાઠને અર્થ પણ વનસ્પતિને લગતે જ સંગત અને પ્રામાણિક ગણાય.
[૨] શ્રી મહાવીરસ્વામી અને તેમના સાધુઓ નિર્જીવ ભજી હતા અને હોય છે એ વિષયમાં કોઈને મતભેદ નથી. જ્યારે માંસ કોઈ પણ સ્થિતિમાં નિર્જીવ હેતું જ નથી તેને માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી માંસનું સ્વરૂપ દર્શાવતાં કહે છે કે: . . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
અક ૧] માંસાહારને પ્રશ્ન
[ ૩૭૧ ] सद्यः संमूच्छितानन्त-जन्तुसंतानदूषितिम् ॥ नरकाध्वनि पाथेयं कोऽभियात् पिशितं सुधी? ॥ ३३ ॥
योगशास्त्र-तृतीयप्रकाश ॥ છના નાશ સમયે જ જેમાં અનંત જતુ-સંતાન ઉત્પન્ન થાય છે એવા દોષો વડે દૂષિત થયેલું અને નરક માર્ગમાં પાથેય (ભાતા) સમાન એવા માંસનું કયે બુદ્ધિભાન ભક્ષણ કરે?
અર્થાત માંસમાં સર્વદા અનંત જીવરાશિ વ્યાસ જ રહે છે. આ વાત નિલ નથી તેને માટે ટીકામાં પિતે સૂત્રની ગાથાને પ્રમાણ તરીકે મૂકે છે, તે આ પ્રમાણે
आमासु अपक्कासुअ विपञ्चमाणासु मंसपेसीसु॥
सययं चिय उववाओ भणिओ उ निगोअ जीवाणं ॥१॥ - કાચી, પાકી, અને પાક ઉપર મુકેલી એવી માંસની પેશીઓમાં અનવરત નિગોદ જીવોને ઉપપાત (જ્ઞાનીઓએ) કહેલ છે. આ પ્રમાણે અનન્ત જીવોથી ભરપૂર એવા માંસને આહાર ભગવાન મહાવીર જેવા દઢપ્રતિજ્ઞ પુરુષ કોઈ પણ સ્થિતિમાં કરે એ વાત કેવળ શ્રદ્ધાને તે નહિ પણ બુદ્ધિને પણ અગ્રાહ્ય છે. માટે જ શ્રી ભગવતીજી સૂત્રના પન્નરમા શતકમાં શ્રી મહાવીરના રેગે પશમનાર્થે લાવેલ ઔષધના પાઠને નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી તેમજ દાનશેખરસૂરિજી જે અર્થ કરે છે તે યથાસ્થિત લાગે છે. તે આ પ્રમાણે છે
कपोतकः पक्षिविशेष : तबद ये फले वर्णसाधात् ते कपोते कूष्माण्डे स्वे कपेते कपोतके तेच ते शरीरे वनस्पतिजीवदेहत्वात् कपोतकशरीरे अथवा कपोतकशरीरे इव धूसरवर्णसाधादेव कपोतकशरीरे कूष्माण्डफले एव ।
કપાત એટલે પક્ષિ વિશેષ તેની જેવાં જે બે ફળ વર્ણની સધર્મતાથી તે બે કપોત એટલે બે કૂષ્માંડ ફળ (કોળાં), નાનાં કપોત તે કપાતક કહેવાય. તે બે શરીર વનસ્પતિ જીવના દેહ હોવાને કારણે તે કપાતક શરીર કહેવાય. અથવા (બીજી રીતે) કપતકના બે શરીરની જેવા ભૂરાવર્ણના સાધમ્મથી કતિક શરીર એટલે કૂષ્માંડ ફળો જ (લેવાં)
मार्जारो वायुविशेष : तदुपशमायकृतं-संस्कृत-मार्जारकृतम् ॥ अपरेस्वाहु : मार्जारो विरालिकाभिधानो वनस्पतिविशेष : तेन कृतं भावितं यत्तत्तथा, किं तत् ? इत्याह “कुर्कुटकमांसकं" बीजपूरकं कटाहं “आहराहि" ति निरवचत्वात् ॥
માર એટલે એક જાતને વાયુ તેના શમનને માટે કરેલું તે ભારત કહેવાય. બીજાઓ કહે છે કે માર એટલે વિરાલિકા નામની ઔષધી વિશેષ, તેના વડે કૃત એટલે ભાવિત (સંસ્કારિત) કરેલ જે તે. તે શું? તે કહે છે. “કુકટકમાંસ” બીજપૂરક (બીજોરું), કટાહ ગર્ભ: “આહરાહિ” એટલે લાવ, નિરવા હેવાથી.
આ પ્રમાણે ભગવતીજી સત્રના ૧૫મા શતકના પાઠનો અર્થ છે. પ્રસ્તુત પાઠમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી જન પ્રકાશ
માવત” ને “બિલાડીએ મારેલ” એવો અર્થ ગોપાળજીભાઈ પટેલ કરે છે, તે બરાબર નથી, કહ્યું કે “a ” ને અર્થ મારેલ એમ કોઈ પણ સ્થળે થતો નથી, પરંતુ
જજિસ” પ્રાતિ ” ઈત્યાદિ સ્થળોએ રાજીવડે સંસ્કારેલ, દ્રાક્ષાવડે સંસ્કારેલ (કે જેને ભાષામાં રાઈતું વગેરે કહેવામાં આવે છે) તે પ્રમાણે સંસ્કારેલ એવો અર્થ થાય છે. તેને બદલે “ત"ને અર્થ ખેંચતાણીને “મારેલ' કરો અને પૂર્વના ટીકાકારેને ખેંચીતાણુને અર્થ કરનારા કહેવા તે ઉચિત નથી.
વળી ભગવાન મહાવીરને ઔષધ વહેરાવનાર રેવતી એ કોઈ સામાન્ય સ્ત્રી ન હતી, પરંતુ મહાવીરના ચતુર્વિધ સંધ પૈકી કલ્પસૂત્રમાં વર્ણવેલ સુલસા વગેરે શ્રાવક સંધની ગણનામાંની મુખ્ય વ્રતધારિણી શ્રાવિકા હતી કે જેને ત્યાં ભગવાન મહાવીરે વારંવાર નિષિદ્ધ તરીકે ઉપદેશેલ, નરકાવતારના ધારભૂત માંસ-ભક્ષણ કદી પણ સંભવી શકે જ નહિ.
[૩] એવી એક શંકા સ્થાને છે કે માંસાહારના મહાન પ્રતિષેધક ભગવાન મહાવીરના આગમોમાં, સામાન્ય જનતાને ભ્રમમાં નાખે એવા “ભાસ' “કપિત” “માર' વગેરે શબ્દોની એજના શાથી હોય? શું સ્પષ્ટ અર્થને બતાવનાર બીજા શબ્દો ન હતા કે જેથી આવા ઠયર્થક તેમજ સાધર્મથી અર્થે લઈ આગમ સંગત કરવા પડે તેવા શબ્દોનો પ્રયોગ કરાયો ?
આનું સમાધાન ગુરૂગમથી જેઓએ જૈન આગમોનું રહસ્ય જાણ્યું છે તેવા આગમોના અભ્યાસીઓને સરળ રીતે થઈ શકે તેવું છે. તે એ કે ગણુધરેએ આગમેની રચના ચતુરનુયાગમયી કરી હતી કે જેથી આગમના પ્રત્યેક સૂત્રથી દ્રવ્યાનુયેગને, ગણિતાનુયોગને, ચરણકરણનુયાગને તેમજ ધર્મકથાનુગને અર્થ નીકળત અને શિષ્યને સમજાવતા હતા, પરંતુ આર્ય વ્રજસ્વામી પછી મેધાહાસ વગેરેને કારણે પ્રત્યેક સૂત્રોને એકેક અનુગમાં નિયત કરવામાં આવ્યા. આ વાત શ્રી હરિભદ્રરિચિત શ્રીક્સવૈકલિક ટીકમાં આ પ્રમાણે છે –
इह चार्थतोऽनुयोगो विधा अपृथक्त्वानुयोग : “पृथक्त्वानुयोगश्च सत्रापृथक्त्वानुयोगो यत्रैकस्मिन्नेव सूत्रे सर्वे एव चरणकरणादय : प्ररूप्यन्तेऽनन्तगमपर्यायार्थकत्वात् सत्रस्य, पृथक्त्वानुयोगच यत्रक्वचिसूत्रे चरणकरणमेव क्वचित्पुनर्धर्मकथैव वेत्यादि ॥ अनयोध वक्तव्यता।
जावंति अजवारा अजपुहुत्त कालियानुओगस्त ।
तेणारेण पुहुतं कालियसुयदिठिवाए य॥ અહીં એર્થથી અનુયોગ બે પ્રકાર છે. એક અપૃથકવાનુયોગ અને બીજે પૃથવાનુગ. તેમાં અપૃથકતાનુયોગ એક જ સૂત્રમાં સર્વ ચરણ કરણ વગેરે યોગ પ્રરૂપાય છે, કારણ કે સૂત્ર અનન્ત ગમ પર્યાય અને અર્થવાળું હોય છે. નૃથકત્વાનુયોગ તે કે કઈ સૂત્રમાં ચરકરણાનુયોગ જ હોય તે કોઈ સૂત્રમાં ધર્મકથાનુબ જ હોય, એ પ્રમાણે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
માંસાહારનો પ્રશ્ન
[૭]
આ બન્ને પગની વકતવ્યતા આ પ્રમાણે છે. જ્યાં સુધી આર્ય વજસ્વામી હતા ત્યાંસુધી કાલિકાનુયોગને અપૃથકત્વપણું હતું, તે પછી કાલિકસૂર અને દષ્ટિવાદમાં પૃચકવાનુયોગ થય.
માટે “માંસ,” “કપોત, મારી વગેરે શબ્દો, બીજ અનુગમાં ઉપયોગી હેવાને કારણે વપરાયેલ અને તે જ કારણે સૂત્રોના શબ્દો પરિવર્તનને અસહ્ય હેઈ એક અનુગમાં આગમો નિયત કરાયા છતાં કાયમ રહ્યા છે.
અનેકાર્થક વાકયની રચનામાં તેમજ તેની વ્યાખ્યા કરવામાં ઉપર્યુક્ત રીતિ ચાલુ સંસ્કૃત તેમજ લોક ભાષામાં પણ જોવાય છે. કવિશ્રી ધનપાલ “તિલકમંજરીની શરૂઆતમાં એક વ્યર્થક ક્ષેકથી કાદમ્બરીકાર બાકવિને પરિચય આપતાં
केवलोऽपि स्फुरन् वाण : करोति विमदान कवीन् ॥
किं पुन: प्तसंधान : पुलिन्ध्रकृतसन्निधि : ॥
આ સ્થળે બાણ શબ્દનો અર્થ તીર અને બાકવિ, કવિશબ્દથી કવિઓ અને કુત્સિત પક્ષિઓ, સંધાન શબ્દથી ધનુષ્ય સાથે જોડાણ અને કાદમ્બરી ગ્રન્થનું અનુસંધાન અને પુલિન શબ્દથી ભિલ્લ અને બાણને પુત્ર (શબ્દ સમાનતાથી) લેવાય છે. ભાષામાં પણ
चरण धरंत चिन्ता करत त्यागत शोरवकोर ॥ सुवर्णकु ढुंढत फीरत कवि व्यभिचारी चोर ॥
એ સૂકતમાં “ચરણ અને “સુવર્ણ” એ શબ્દોના ભિન્ન ભિન્ન દષ્ટિએ ભિન્ન ભિન્ન અર્થો લેવાય છે. તે શબ્દને સ્થાને (સુવર્ણને સ્થાને) સુશબ્દ, સુરૂપ કે કાંચન વગેરે શબ્દોની યોજના ગ્ય નથી. કારણ કે એમ કરવા જતાં એના બીજા બીજા અર્થ કાઢવા અશક્ય થઈ પડે છે. તે ચાર ચાર અર્થવાળા આગમાં તેવા શબ્દો હેય તેમાં શંકા જેવું નથી.
[ ] શ્રી. ગેપાળજીભાઈ પટેલે ભગવાન મહાવીરના વ્યાધિ અને તેના ઉપચાર અંગેભગવાન મહાવીર સ્વામીને વ્યાધિ તેજેલેશ્યાજન્ય હતા, તેજેસ્થા એ અલૌકિક વસ્તુ હતી, એટલે એ વ્યાધિને ઉપચાર પણ અલૌકિક હોઈ શકે, એ ઉપચારની ચર્ચા વૈવક શાસ્ત્રની દૃષ્ટિએ ન કરી શકાય—વગેરે મતલબનું લખાણ લખી એ વાતને વિશેષ વિચાર કરવો માંડી વાળ્યું છે. પણ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચાર કરતાં એમણે જે કારણે એ વિચાર ના પડતો મૂકયો છે એ બરાબર નથી, અને સંભવતઃ એ જ કારણે–વેક શાસ્ત્રમાં વણિત વસ્તુના ગુણ દોષના વિચારની ઉપેક્ષા કરીને તેમણે ભાસહારનું વિધાન કરતે અર્થ સ્વીકાર એગ્ય ગણે છે. એમણે એ વ્યાધિ અને એ ઉપચાર અંગે જે વિચાર કરો તો શક છે તે આ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
[અ
]
શ્રી જૈન સત્ય પ્રકાશ
અલબત્ત ભગવાન મહાવીરના વ્યાધિનું કારણ તેજોલેસ્યા નામક એક અલૌકિકબુદ્ધિમાં ન આવી શકે કે વૈદ્યક શાસ્ત્રમાં જેને પરિચય ન મળી શકે એવી વસ્તુ હતી. પણ જે વ્યાધિનું કારણ અલૌકિક કે બુદ્ધિગમ્ય ન હોય તેને ઉપચાર પણ અલૌકિક જ હેવા જોઇએ એવો નિયમ ન કરી શકાય. લાકિક કે અલૌકિક ગમે તે કારણથી ઉત્પન્ન થયેલ વ્યાધિની અસર છેવટે તે શરીર ઉપર જ થવાની છે એ નિશ્ચિત છે. તે પછી એ વ્યાધિને (એના કારણને પણ નહીં) વૈદ્યક દૃષ્ટિએ જોઈને વૈદ્યક દૃષ્ટિએ જ એને ઉપચાર કરવામાં આવે તે શું બેટું છે? આપણું ચાલું વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે કેટલાય લેકે અમુક વ્યાધિના કારણ તરીકે વળગાડ, ભૂત, પ્રેત કે અમુક પ્રકારની અશાતનાને માને છે, અને છતાં ય તેવા વ્યાધિ વૈદિક ઉપચારોથી જરૂર શાંત થાય છે.
ભગવાન મહાવીરને વ્યાધિ પણ છેવટે શારીરિક જ વ્યાધિ હતો. એટલે એને ઉપચાર પણ વૈદ્યક દૃષ્ટિથી વિરૂદ્ધ જઈને તે ન જ થઈ શકે. અથવા તે વૈદ્યકના વિધાન પ્રમાણે પણ એને ઉપચાર અવશ્ય થઈ શકે. એટલે મહાવીરસ્વામીના વ્યાધિ પર ઉપયોગી કે પદાર્થ હોઈ શકે તે વૈદ્યક શાસ્ત્રથી વિચારીએ. વૈવક ગ્રન્થમાં પ્રમાણભૂત એવા સુશ્રુત નામના વૈદ્ય ગ્રન્થના ૪૬મા અધ્યાયમાં કુષ્માંડ (કળા)ના ગુણે નીચે પ્રમાણે બતાવેલ છે.
पित्तघ्नं तेषु कूष्माण्ड बालं मध्य कफापहम् । शुक्लं लघूष्णं सक्षारं दीपनं बस्तिशोधनम् ॥ २१३ ॥
सर्वदोषहर हृधं पथ्यं चेतोविकारिणाम् ॥ શાકમાં બાળ કૂષ્માંડ (કેળું) પિત્તનાશક છે. મધ્ય કૂષ્માંડ કફને નાશ કરનાર અને શુકલ ફૂષ્માંડ હળવું, ક્ષારયુકત દીપન, મૂત્રવિશોધક, સર્વદેષને હરનાર, હા અને મને વિભ્રમવાળાને પથ્ય હોય છે.
તે જ ગ્રન્થમાં બીરાનું વર્ણન આ પ્રમાણે છે –
लध्वम्लं दीपनं हृद्यं मातुलुङ्गमुदाहृतम् ॥ त्वक्तिक्ता दुर्जरा तस्य वातफ्रिमिकफापहा ॥१४९।। स्वादु शीतं गुरु स्निग्धं मांसं मारुतपित्तजित् ॥ मेध्यं शूलानिलच्छर्दि कफारोचकनाशकम् ॥ १५० ॥ दीपनं लघु संग्राहि गुल्मार्टीनं तु केसरम् ।। शूलानिलविबन्धेषु रसस्तस्योपदिश्यते ॥ १५१ ॥
अरुची च विशेषण मन्देऽग्ना कफमारुते ॥
માતુલુંગ (બી) હળવું ખાટું અગ્નિદીપક હદ્ય છે; તેની છાલ (બીજોરાની છાલ) તિક્ત દુર્જર વાયુ, કમી અને કફનો નાશ કરનારી છે; તેનું (બીજોરાનું) માંસ (ગર્ભ) સ્વાદુ શીતલ, ભારે સ્નિગ્ધ વાત અને પિત્તનાશક, બુદ્ધિવર્ધક, શલ વાયુ વમન કફ અને અરુચિને હરનાર છે; તેનાં કેસર અગ્નિદીપક હળવા ઝાર ગુલ્મ અને અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
અ૪ ૧] માંસાહારને પ્રશ્ન
[૨૭૫] નાશ કરનાર છે. વળી શલ અજીર્ણ બધેકેશ અગ્નિમાંદ્ય કફ વાયુ અરૂચિમાં તેને (બીજોરાને) રસ વિશેષે કરીને ઉપદેશાય છે.
આ પ્રકરણ વાંચનાર દરેક વિચારકને સ્પષ્ટ માલુમ પડશે કે બાલકૃષ્માંડ (કેળું) સામાન્ય રીતે પિત્તનાશક હેવાથી રેવતી શ્રાવિકા, ભગવાન મહાવીર માટે
ઔષધ તરીકે તૈયાર કરે પણ બીજેરૂં પિત્તની સાથે વાયુને પણ હરનાર હઈ શ્રી મહાવીરસ્વામી નિરવધતાને કારણે એ જ મંગાવે તે જ સંગત છે. વળી ઉપર શ્લેક ૧૫૦ માં “માં” શબ્દ સુકૃત મહર્ષિએ કુલગર્ભના અર્થમાં વાપરેલો સ્પષ્ટ દેખાય છે આથી એ વાત વાચકના ધ્યાનમાં ખૂબ રહેવી જોઈએ કે પૂર્વે માંસશબ્દ ફલગર્ભના અર્થમાં પુષ્કળ વપરાતો અને વનસ્પત્યાહારના વિષયમાં “મોક્ષ માંa મુન્ના ” ઈત્યાદિ પાઠ મૂકવામાં સંદિગ્ધતા ન રહેતી. વળી સુશ્રુતમાં કુકર્ટનું વર્ણન કરતાં તેને ઉભુવીર્ય તરીકે વર્ણવેલ છે કે જે પિત્તવર વગેરે દાહક વ્યાધિ ઉપર તેને ઉપયોગ કરવામાં આવે તે તે વ્યાધિનું શમન કરવાને બદલે ઉલટું વિકાર વૃદ્ધિમાં કારણભૂત થાય માટે પિત્તના શમન માટે વૈદ્યક દૃષ્ટિએ વિચાર કરતાં પણ માંસ અર્થ કદી પણ સંગત ન થાય અને વનસ્પતિવાળા અર્થો સર્જાશે સંગત થાય છે.
[૫] વાત, પિત્ત અને કફ એમ ત્રિપ્રકૃતિ અને સપ્તધાતુથી બંધાયેલ ભગવાન મહાવીરના શરીરમાં દેહભાવ જન્ય વ્યાધિઓ વૈદ ઉપાયથી નાશ પામે તે જ વાત સર્વ સુનને માન્ય થઈ શકે. માટે જ ચારિત્ર અંગીકાર કર્યા પછીના ભગવાન મહાવીરના અનેક ઉપસર્ગોમાંના એક કર્ણકીલક (કાનમાં ખીલા) નામના ઉપસર્ગના પ્રસંગે શ્રી મહાવીરને કર્ણમાં મહાપીડા હતી ત્યારે વૈદ્યને ત્યાં આહાર માટે જતાં વૈદ્યને તે મહાપુરુષને કંઈક પીડા છે એવું જ્ઞાન થયું, અને તેના નિવારણ માટે તે શ્રીવીરની પાછળ પાછળ ફરવા લાગ્યો અને ભગવાન સ્થિર થયે છતે કીલકાકર્ષણ કર્યા બાદ સંરહિણી ઔષધી વડે તે ઘણુ રૂઝવી નાખે, એ વૃત્તાન્ત જૈન આગમોમાં પ્રસિદ્ધ છે.
યુકિતવાદના સમયમાં ભગવાન મહાવીરે એક વખત ઔષધના કારણે પણ માંસને આહાર તરીકે ઉપયોગ કર્યો હતો તેવો વિચાર બુદ્ધિને ગ્રાહ્ય ન થઈ શકે, કારણકે નાયકની પ્રવૃત્તિ ઉપર તેના અનુયાયિઓની પ્રવૃત્તિનો આધાર છે. એ જ વિચારને કારણે ભગવાન મહાવીરે એક વખત સુધા અને વષા મુનિઓને ગુષ્ઠાની અપૂર્વ ગરમીથી અયિત્ત અને નિર્જીવ તલ અને જલને યોગ હોવા છતાં નિષેધ કર્યો હતો. અને બુધે પિતાના જીવનમાં એક વખત માંસભક્ષણ કરેલ તેને પરિણામે આજ પણ બૌદ્ધાનુયાયિઓમાં માંસાહારની પ્રચુરતા દેખાય છે અને મહાવીરના અનુયાયિઓમાં માંસભક્ષણ પ્રત્યે તેટલી જ ધૃણું દેખાય છે. એ પ્રમાણે કાર્ય ઉપર પણ કારણનું અનુમાન થઈ શકે છે કે મનુષ્ય સ્વભાવના વેત્તા ભગવાન મહાવીર એક પણ વખત માંસ ભક્ષણ કરી જગતને માંસાહારને માર્ગ ખુલ્લો કરી આપે નહિ.
કપડવણજ ૧૯૫, માર્ગશીર્ષ, અમાવાસ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________ 22 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com