Book Title: Mahavrato
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
Catalog link: https://jainqq.org/explore/005789/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સંયમીઓને, નૂતન દીક્ષિતોને અને મુમુક્ષુઓને વધુને વધુ ઉત્તમ મહાવ્રતી બનવાનો માર્ગ ચીંધતું પુસ્તક મહાવ્રતો jayje આધાર શ્રી આગમ ગ્રંથો યુગપ્રધાન આચારસમ પંન્યા માહાર તરી@ખાજા) Page #2 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો યુગપ્રધાનાચાર્યસમ પંન્યાસ ચન્દ્રશેખર વિજયજી મ.સાહેબ : પ્રકાશક : કમલ પ્રકાશન ટ્રસ્ટ ૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો પ્રકાશક કમલપ્રકાશનસ્ટ જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન ૨૭૭૭, નિશા પોળ, ઝવેરીવાડ, રીલિફ રોડ, અમદાવાદ-૧ ફોનઃ ૨૫૩૫૫૮૨૩, ૨૫૩૫૬૦૩૩ 2022 * લેખક સિદ્ધાન્તમહોદધિ, સચ્ચારિત્રચૂડામણિ, સ્વ. પૂજ્યપાદ આ. ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના વિનેય પૂ. પં. શ્રી ચન્દ્રશેખરવિજ્યજીનાશિષ્ય મુનિગુણહંસવિજ્ય 2002 આવૃત્તિ: દ્વિતીય સંસ્કરણ : નકલ ઃ ૩૦૦ વિ.સં. ૨૦૭૦ મૂલ્ય રૂ।. ૧૫૦/ 200 મુદ્રકઃ યથાર્થ પબ્લિકેશન, ‘સાઈન શો’ ૧-રિદ્ધિ પેલેસ, ૯૦ ફૂટ રોડ, ભાયંદર (વેસ્ટ) મો. : ૯૮૩૩૬ ૧૬૦૦૪, ટેલિ. : ૨૮૧૮ ૪૫૯૯ *************** ૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ --------------------------- મહાતો ------------------------- ૦ ૨. ......... ર જ @ અનુક્રમણિકા વિષય - પાન નંબર યુદ્ધની ઘોષણા... કરેમિ ભંતે! સૂત્રનો અર્થ ........... ૩. અંતે ..... ૪. !.............................. સામયિં.... સર્બ સવિન્દ્ર નો પશ્વરવામિન્સ - जावज्जीवाए વિવિ તિવિદે ... मणेणं वायर्याए कारणं न करेमि न कारवेमि.करतंपि अन्नं न समणुजाणामि ॥ ૯. તરૂ અંતે ! વિમમિ. ૧૧૫ ૧૦. નિનાદ દ્વિષિ મMા વોસિરામિ... ૧ ૨૩ ૧૧. પાંચ મહાવ્રતને બદલે કરેમિ ભંતે! શા માટે?.... ....... ૧૨. પ્રથમ મહાવ્રતઃ સર્વથા પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત... .... ૧૩. સર્વથા મૃષાવાદ વિરમણ મહાવ્રત ૧૪. સર્વથા અદત્તાદાન વિરમણ મહાવ્રત .... ૧૫. સર્વથા મૈથુન વિરમણ મહાવ્રત ૧૬. સર્વથા પરિગ્રહ વિરમણ મહાવ્રત... ............ ૧૭. સુત્રો....જીવતો...વાત્રો....માવો. ૨૬૧ ૧૮. મહાવ્રતોની રક્ષાનો - વૃદ્ધિનો અમોઘ ઉપાયઃ ભાવનાઓ. .......... ૧૯. નમોડસ્તુ ત તવ શાસના ૩૨૭ ++++++ • ૧૨૯ . ૧૩૪ .. ૧૭૩ ર00 જ ... ૨૪૫ ૨૯૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ &&&& & && &# મહાવતો -- - - કલ્કિ સૌજન્ય છે હ શ્રીમતી ભૂતીબેન રાજમલજી શ્રાવિકા ઉપાશ્રય ગીરધર નગર, અમદાવાદ જ્ઞાનખાતાની ઉપજમાંથી હસ્તે શ્રીમતી ધર્મીબેન ભરતકુમાર લાલચંદજી ગીરધર નગર, અમદાવાદ શ્રુતભક્તિનો લાભ લીધો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.. લિ. કમલ પ્રકાશન ટ્રસ્ટ - Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧. યુદ્ધની ઘોષણા करेमि भंते ! सामाइअं सव्वं सावज्जं जोगं पच्चक्खामि जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि तस्स भंते पडिमामि निंदामि गरिहामि પ્યાપ વોસિરામિ શ્રી જિનશાસનનું પ્રથમસૂત્ર છે નમસ્કાર મહામંત્ર ! પણ સૌથી મુખ્ય સૂત્ર છે વામિ ભંતે સૂત્ર. યુદ્ધ લડતા પહેલા એની તાલીમ લેવામાં આવે, શરીરને યુદ્ધ માટે સક્ષમ બનાવવામાં આવે, મૃત્યુ સુધીની તૈયારી રાખીને પણ વિજયના લક્ષ્યને પ્રાપ્ત કરવાનું માનસિક બળ ઉત્પન્ન કરવામાં આવે, વર્ષોના વર્ષો સુધી અનેક શાસ્ત્રો શીખવામાં આવે અને એમાં પારંગત બનવામાં આવે, પણ આ બધી જ યુદ્ધની પૂર્વ તૈયારી છે. .. તૈયારી એટલે તૈયારી ! યુદ્ધ જેટલી ભીષણતા એમાં ન હોય. યુદ્ધ જેટલી સાવચેતી રાખવાની એમાં ન હોય. યુદ્ધ જેટલી અપ્રમત્તતા એમાં ન હોય. પણ જ્યારે એક સૈનિક આ બધી પૂર્વ તૈયારી કરી લે છે, ત્યારે એને યોગ્ય અવસરે ભયાનક શત્રુઓ સામે ખરેખર યુદ્ધમાં ઉતારવામાં આવે છે. ખબર પડે છે, ત્યારે એને કે આ તો ખરાખરીનો જંગ ! ખબર પડે છે, ત્યારે એને કે આ તો જીવન-મરણનો ખેલ ! ખબર પડે છે, ત્યારે એને કે આ તો પળભર પણ અસાવધ રહ્યા કે સીધું મોત ! આ વખતે કેટલીક ભયાનક ઘટનાઓ બને છે. (ક) રાષ્ટ્રવિજયના દઢ સંકલ્પ સાથે નીકળેલા એવા પણ કેટલાક સૈનિકો પાછળથી જીવન બચાવવા, શત્રુ પક્ષ તરફથી મળતા પ્રલોભનો મેળવવા રાષ્ટ્રનો Page #7 -------------------------------------------------------------------------- ________________ લાલ - - - - - - - મહાવતો જાત જાત જાતના 9 - - - - વિશ્વાસઘાત કરી શત્રુઓ તરફી બની જાય છે. તેઓ એમ સમજે છે કે “હું શત્રુઓને સાથ આપીશ, મારા રાષ્ટ્ર સાથે દ્રોહ રમીશ એટલે ખુશ થયેલા શત્રુઓ મને મોટી ભેટ – સોગાદો આપશે.....” પણ એ નક્કી છે કે આવા ગદારોને તો શત્રુઓ પણ સંઘરતા નથી. એનો જેટલો પણ લાભ ઉઠાવવો હોય એટલો ઉઠાવી લઈને અંતે એ શત્રુઓ એ ગદ્દારોને પણ યમરાજના ઘરે પહોંચાડી દે છે. (ખ) કેટલાક સૈનિકો શત્રુની તાકાત જોઈને ગભરાઈ તો જાય જ છે, પણ તેઓ ગદાર બનવાને બદલે, સૈનિક તરીકે રહીને જ શત્રુના સહાયક બનવાને બદલે પાછા ભાગે છે. જાન બચાવવા ક્યાંક ને ક્યાંક છુપાઈ જાય છે. સૈનિકપણું, મહાયુદ્ધ એ બધાને તિલાંજલી આપે છે. ભવિષ્યમાં કદી પણ સૈનિક ન બનવાનો નિર્ણય કરે છે. (ગ) રાષ્ટ્રના સાચા પ્રેમી, ખાનદાન, શૂરવીર, તાલીમબદ્ધ સૈનિકો જ્યારે રણ મેદાનમાં ઉતરે, ત્યારે એમનો રંગ કોઈક અનોખો જ હોય છે. “શત્રુઓ કેટલા ભયાનક છે” એની એમને ખબર જ છે, પણ એમને તો એનો કોઈ જ ભય નથી. એમને પોતાના બળ ઉપર, તાલીમ ઉપર, યૂહ રચના ઉપર સજ્જડ વિશ્વાસ છે. એટલે તેઓ ધસમસતા પૂરની જેમ રણ મેદાનમાં ધસી જાય છે. ભૂખ્યા વરૂની જેમ શત્રુઓ પર તૂટી પડે છે, જાણે કે પાંચ – દસ પળમાં જ યુદ્ધ પુરું કરી નાંખવું ન હોય એ રીતે સંપૂર્ણ તાકાત સાથે તેઓ તૂટી પડે છે. બિચારા શત્રુઓ ! આવા આક્રમણની એમને કલ્પના પણ ન હોય એટલે જ હેબતાઈ જાય અને ખરેખર કપાઈ મરે. એ મહાન રાષ્ટ્રવીરો ત્યાં જવલંત વિજય મેળવે છે, બિલકુલ ઘા ખાધા વિના! લેશ પણ નુકસાની વહોર્યા વિના ! (ઘ) બીજા કેટલાક સૈનિકો પણ આવા જ છે, પણ તેઓ કંઈક થાપ ખાય છે, અને તે વખતે શત્રુઓના માર પણ ખાય છે. પણ એ જખી દેહે પણ જીંદાદિલી સાથે લડીને અંતે વિજય મેળવે છે. ફરી યાદ કરીએ આ ચાર પ્રકારના સૈનિકોને ! (ક) સૈનિકના જ વેષમાં રહીને શત્રુપક્ષના બની જનારા રાષ્ટ્રગદાર સૈનિકો ! જેઓ મીઠા સપના જૂએ છે, અંતે પામે છે માત્ર મોત ! (ખ) યુદ્ધ મેદાન છોડીને ભાગી જનારા ડરપોક સૈનિકો ! પહેલા કરતા ઓછા ખરાબ ! ગ) લોહીનું એકપણ બિંદુ ગુમાવ્યા વિના જવલંત વિજય મેળવનારા! Page #8 -------------------------------------------------------------------------- ________________ --------------------- યુદ્ધની ઘોષણા ------------------- (ઘ) ઘાયલ થઈને પણ અંતે વિજય વરનારા શૂરવીરો ! આમ યુદ્ધ પહેલા તાલીમ લઈને નીકળેલા રાષ્ટ્રવિજયની ખેવનાવાળા સૈનિકો પણ યુદ્ધ શરુ થયા બાદ આ ચાર વિભાગમાં વહેંચાઈ જતા હોય છે. આધ્યાત્મિક રણમેદાનમાં પણ કંઈક આવી ઘટના તો નથી બનતીને? હજારો આત્માઓ આ ભરતક્ષેત્રમાં જન્મ્યા, ત્યારે હતા સાવ અજ્ઞાની! ધીરે ધીરે મોટા થયા, સમજણ આવવા માંડી, સુદેવ-સુગુરુ-સુધર્મની ઓળખાણ થવા લાગી. “આપણે કર્મરાજના ગુલામ છીએ” એ પદાર્થ એકદમ સ્પષ્ટ સમજાયો. આવી ગુલામી એ હજારો આત્માઓ માટે અસહ્ય બની. અને જેમ અંગ્રેજોની ગુલામીથી ત્રાસેલા હજારો યુવાનોએ અંદરખાને અંગ્રેજો સાથે લડવા માટે જાતજાતની તાલીમ લેવા માંડેલી, એમ કર્મોની, દોષોની, દુઃખોની ગુલામીથી ત્રાસી ગયેલા આ હજારો આત્માઓએ અંદરખાને એની સામે જંગે ચડવાની તાલીમ લેવા માંડી. મિથ્યાત્વને દૂર ફગાવી સમ્યકત્વને ગ્રહણ કર્યું, રોજેરોજ એ સમ્યકત્વને વધુને વધુ દઢ કરવાનો પ્રયત્ન કર્યો. સુદેવ-સુગુરુ-સુધર્મ સિવાય તમામને નહિ માનવાનો દઢ સંકલ્પ કર્યો, એ સંકલ્પ પણ રોજને રોજ દઢતમ કરતા ગયા. હજી આગળ વધ્યા અને સામાયિક, પૂજા, પ્રતિક્રમણ, ઘોર તપશ્ચર્યા, વિહાર, સ્વાધ્યાય, છ'રી પાલિત સંઘ; ઉપધાન, વ્યાખ્યાન શ્રવણ, બારવ્રતો, પૌષધ... અધધધ થઈ જવાય એટલી શુભ ક્રિયાઓ એ હજારો આત્માઓએ આદરી. પણ આ બધું તો હજી માત્ર તાલીમ રૂપે જ હતું રણ મેદાને ખરું યુદ્ધ હજી શરુ થવાનું બાકી હતું. એ માટેની જ આ સખત મહેનત હતી. (અલબત્ત દેશવિરતિમાં પણ કર્મો સામે યુદ્ધ છે, કર્મો ખટકે છે એ વાત સાચી છતાં આ વાત અપેક્ષાએ છે, (૧) સર્વ વિરતિમાં અનંતગુણી નિર્જરા છે.. (૨) શ્રાવક પણ જયારે દીક્ષા લેવા ઈચ્છે ત્યારે પહેલા તાલીમ લે છે જ... સર્વવિરતિ મહાયુદ્ધ હોવાથી એની અપેક્ષાએ દેશ વિરતિનું યુદ્ધ પણ એક તાલીમ જ છે. આ બધી શુભક્રિયાઓમાં એ જીવો પારગામી બની ગયા, તાલીમ પૂરી થઈ અને એક મંગળ (!) દિવસે હજારો આત્માઓએ યુદ્ધની ઘોષણા કરી દીધી. દરેકે પોતપોતાના શત્રુઓ સામે જાહેર યુદ્ધનો આરંભ કરવાની પ્રતિજ્ઞાઓ કરી લીધી. 'બસ, બધાની એકજ ભાવના ! “મારા આઠેય કર્મોને ચકનાચૂર કરી નાખું !” બધાની એકજ અભિલાષા ! “એક પણ દોષને જીવતો ન રહેવા દઉં !” બધાની એકજ તમન્ના ! “હું વિજયી બનું, શુદ્ધ બનું, સિદ્ધ બનું !” ------૨૯-૯-૯-૨૯--૦૯--૦૯-૦૯-૦૯ ૭ ૮ ૯-૯----૦૯--૯-૨લ-ત-નીલ-રેલ--- Page #9 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો અને એ ભાવના, અભિલાષા, તમન્ના સાથે બધાએ બુલંદ અવાજે યુદ્ધની ઘોષણા કરી દીધી. હા ! એ યુદ્ધ ઘોષણા એટલે જ કરેમિભંતે સૂત્ર ! એ પહેલાની બધી ક્રિયાઓ એ તો આ યુદ્ધ માટેની જ તાલીમ હતી. તાલીમ પ્રથમ ભલે હોય, પણ તાલીમ મુખ્ય નથી. મુખ્ય છે, મહા યુદ્ધ! એમ નમસ્કાર મહામંત્રના સ્મરણથી માંડીને કરેમિભંતે સૂત્ર (નવખ્ખીવાણુ પાઠ સાથે) બોલવા સુધીની બધી જ તાલીમ પ્રથમ ભલે હોય, પણ એ મુખ્ય નથી. મુખ્ય તો છે મહાભિનિષ્ક્રમણ ! મુખ્ય તો છે સર્વવિરતિ ! મુખ્ય તો છે પારમેશ્વરી પ્રવ્રજ્યા ! કરેમિભંતે સૂત્ર દ્વારા આ બધા જીવો કર્મરાજ સામેના યુદ્ધની ઘોષણા કરે છે. કેટલી હિંમત માંગી લેતું આ કામ ! ભલા નેપાળ જેવો નાનકડો દેશ અમેરિકા સામે યુદ્ધ ઘોષિત કરે કે? ભલા ગામડાની શેરીના ગિલ્લી-દંડાવાળા બાલુડાઓ ઓલોમ્પિકમાં ભાગ લે કે? ભલા એક નાનકડું મચ્છર વનરાજ સિંહને મારવા દોડે કે ? આવું હતું આ સાહસ ! ઘણી ખુમારી, ઘણો ભોગ માંગતું આ સાહસ ! પણ જબરદસ્ત તાલીમબદ્ધ હજારો આત્માઓએ આ સાહસ ખેડ્યું. યાદ રાખજો, તાલીમ ભલે ગમે એટલી અઘરી હતી. પણ એ હતી માત્ર તાલીમ ! યુદ્ધ એટલે યુદ્ધ ! શું ફરક છે આ તાલીમમાં અને આ યુદ્ધમાં ? એમ કદાચ બધાને પ્રશ્ન થાય. કેમકે, દીક્ષા માટેની તાલીમમાં પણ એકાસણા હતા, દીક્ષામાં પણ એકાસણા છે. દીક્ષા માટેની તાલીમમાં પણ સ્નાન બંધ હતું, દીક્ષામાં પણ સ્નાન બંધ છે. દીક્ષા માટેની તાલીમમાં પણ વિહારો હતા, દીક્ષામાં પણ વિહારો છે. દીક્ષા માટેની તાલીમમાં પણ બ્રહ્મચર્ય હતું, દીક્ષામાં પણ બ્રહ્મચર્ય છે. તો દીક્ષાની તાલીમમાં અને દીક્ષામાં બેમાં ભેદ શું ? આવો પ્રશ્ન ચોક્કસ થાય. ****** ८ ****** **** Page #10 -------------------------------------------------------------------------- ________________ --------------------- યુદ્ધની ઘોષણા આજકજલ - - ૨૯-૦૯૦૯ - - - - પણ મહાન શાસ્ત્રકાર ભગવંતોએ નાનકડા છતાં મધૂર વાક્યમાં એ ભેદને ખૂબ સુંદર રીતે દર્શાવી દીધો છે હોં! યોગશતક વૃત્તિકાર કહે છે કે પ્રાયઃ જ્ઞાન પ્રતિપત્તિમત્વાન દીક્ષા એ જ્ઞાનયોગના સ્વીકાર રૂપ છે. અર્થાત્ શ્રમણત્વ એ પરિણતિપ્રધાનતાના સ્વીકાર રૂપ છે. અર્થાત મહાભિનિષ્ક્રમણ એ ભાવલક્ષી સાધનાના સ્વીકાર રૂપ છે. ન સમજણ પડી? તો સાંભળો. દીક્ષાની તાલીમમાં પરિણતિ, ભાવ ન હતો એવું નહિ. પણ છતાં ત્યાં મુખ્યત્વે બાહ્યક્રિયાઓની પ્રધાનતા હતી. જીવ પણ એવો વિકસિતદશામાં ન હતો કે એ બાહ્ય ક્રિયાઓની પ્રધાનતાને વધુ મહત્વ આપતો અટકે. એ જીવની દશા એવી કે આમ તો ભાવને અને ક્રિયાને બંનેને જાળવે. પણ જ્યારે ભાવ અને ક્રિયા બેમાંથી એકને છોડવાનો ચોક્કસ પ્રસંગ ઊભો થાય, ત્યારે એ જીવ ભાવને ત્યાગીને પણ ક્રિયાને પકડી રાખે. અલબત, સમ્યગ્દર્શન છે, દેશ વિરતિ છે... એટલે કદાગ્રહ નથી. પણ સર્વવિરતિ પરિણામોમાંથી પ્રગટ થતી જે અલૌકિક વિચારધારા છે, એને એણે પામી ન હોવાથી આવી ગરબડો અજ્ઞાન-અણસમજ પ્રેરિત થતી રહે. - દરેક જણ પોતાના દીક્ષાની તાલીમના દિવસો યાદ તો કરે. રોજ અષ્ટપ્રકારી પૂજા તો કરવાની જ, એવો આગ્રહ કેટલો બધો હતો. પણ રોજ “અષ્ટપ્રકારી પૂજામાં રૂંવાડા ખડા થઈ જાય એવો ભાવોલ્લાસ પ્રગટવો જ જોઈએ. અને એવી ભાવોલ્લાસ ન પ્રગટે તો ચેન ન પડે... એવી વૃત્તિ કેટલી ? રોજ સવાર સાંજ પ્રતિક્રમણ તો કરવાનું જ, એવો આગ્રહ કેટલો બધો હતો. પણ પ્રતિક્રમણમાં દરેક સૂત્રો, સૂત્રોના વાક્યો, વાક્યોના પદે પદે ઉપયોગ રહેવો જોઈએ, એમાં હૃદયમાં આનંદ અનુભવાવો જોઈએ. એકાગ્રતા ટકવી જોઈએ, મન બીજે ભટકવું ન જ જોઈએ” એવી વૃત્તિ કેટલી ? “પાણી તો ઉકાળેલું જ પીવાનું, છૂટે મોઢે નહિ રહેવાનું. એકાસણું – બેસણું તો કરવાનું જ, થાળી તો ધોઈને પીવાની જ, અને લુંછવાની પણ ખરી જ....” આ બધું કેટલું બધું કાળજી પૂર્વક આચરતા હતા, પણ “ઠંડુ પાણી પીવામાં મને રાગ તો ન જ થવો જોઈએ, ગરમ પાણી આવી જાય તો વેષ તો ન જ થવો જોઈએ. એકાસણા - બેસણામાં જીભડીને સારું સારું ખવડાવીને લાલસા તો ન જ પોષવી જોઈએ. અણ ભાવતી નાના નાના - - - - - - - - - - ૯ - - - - - - - ૧૯૯૯ ના Page #11 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો વસ્તુ આવી જાય તો ગુસ્સો કરાવનારી, અપ શબ્દો બોલાવનારી અરુચિ તો ન જ થવી જોઈએ” એવી દૃઢતા કેટલી? “રાત્રે ઉંઘવાનું તો સંથારા - ઉત્તરપટ્ટાદિ ઉપર જ, ગાદલા તો નહિ જ વાપરવાના.” આ આચાર બરાબર પાળ્યો પણ “શરીરને જેટલી ઊંઘની જરુર હોય, એના કરતા એક પળની પણ ઉંઘ એને આપવી નથી. નહિ તો મારી સુખશીલતા, દેહાસક્તિ, પ્રમાદ વધી જશે.” એવી ભાવધારા કેટલી ? “મારે ગાઢ નિંદ્રા તો નથી જ લેવી કે જેમાં પડખા ફેરવતી વખતે ચરવળાદિથી હું પૂંજી ન શકું.... અને એ રીતે ગાઢ પ્રમાદમાં ખૂંપી જાઉં ” એવી ભાવધારા કેટલી ? “મારે રોજ કલાક બે કલાક ગોખવાનું, જીવવિચારાદિનો પાઠ રોજ જ લેવાનો......” આ બધું ઘણી કાળજી સાથે પાળ્યું, પણ “મારા કરતા વધુ સારો અભ્યાસ કરનારા બીજા મુમુક્ષુ વગેરે પ્રત્યે મને ઈર્ષ્યા ન જ થવી જોઈએ. મને માત્રને માત્ર પ્રમોદભાવ જ થવો જોઈએ. બીજાનો વિકાસ એ જ મારી આત્મિક મસ્તી બનવી જોઈએ.... એવું વલણ કેટલું? “સંમૂચ્છિમની વિરાધનાથી બચવા માટે સંડાસનો ઉપયોગ નહિ જ કરું, કુંડીમાં જ માત્રુ પરઠવીશું. વડીનીતિ પણ કાં બહાર કે છેવટે વાડામાં.... પણ સંડાસમાં તો નહિ જ જાઉં” એવી દૃઢ ક્રિયા તો ખૂબ કરી પણ “જેમ પાંજરાપોળમાં ઢોરોને સાચવનારા કેટલાકો પોતાના ઘરના માતા પિતા – પુત્ર વગેરેને ન સાચવે, એમ હું કરવા નથી માંગતો. હું સંમૂધ્ધિમાદિ જીવો પ્રત્યે જીવદયા કેળવું છું, તો મારી પાસે આવનારા કોઈપણ જીવ પ્રત્યે, મારા સહવર્તીઓ પ્રત્યે, મારા કહેવાતા હિતશત્રુઓ પ્રત્યે મારા પ્રત્યેક રૂંવાડે માત્રને માત્ર નિર્દોષ વાત્સલ્ય ભાવ જ ૨મતો રહેવો જોઈએ...” એવી વૈચારિક સૃષ્ટિ ખીલી હતી ખરી? ટુંકમાં કહેવું હોય તો સર્વવિરતિ માટે મુમુક્ષુપણાની તાલીમમાં આપણે – ,, ક્રિયાચુસ્ત હતા, પણ જ્ઞાનચુસ્ત (ભાવચુસ્ત) હતા ? પ્રવૃત્તિલીન હતા, પણ પરિણતિલીન હતા? વ્યવહારમગ્ન હતા, પણ નિશ્ચયમગ્ન હતા? હા ! તે વખતે જ્ઞાન, પરિણતિ, નિશ્ચય, સાવ ન હતા, એવું નથી. પણ “ક્રિયા=પ્રવૃત્તિ=વ્યવહાર તો જોઈએ જ, એના વિના ન ચાલે” એવો જેમ આગ્રહ હતો, તેમ જ્ઞાન=પરિણતિ=નિશ્ચય તો જોઈએ જ, એના વિના ન ચાલે, એવો આગ્રહ ન હતો ને ? એવી સમજણ ન હતી ને ? પરિણતિની એવી પ્રધાનતાને પિછાણી ન હતી ને ? ૧૦ * Page #12 -------------------------------------------------------------------------- ________________ નાના--------------૦૯-૯-૨લ યુદ્ધની ઘોષણા -૦૯-૦૯----૯---૨૯-૦૯--૯ બસ, . આનું નામ તાલીમ ! ક્રિયા કોઈપણ રીતે કરવાની જ”એવી ક્રિયાની મુખ્યતા એ તાલીમ ! આ તાલીમ તો અપેક્ષાએ સહેલી જ હતી. કેમકે આ તાલીમમાં મુખ્યત્વે ક્રિયા હતી. ક્રિયા આવી એટલે ભયો ભયો ! અને ક્રિયા તો શરીરને જ આધીન છે ને ? એટલે શરીરને કાબુમાં રાખીને આ બધી ક્રિયાઓ કરવામાં મુશ્કેલી પડે તો ય તેવી તો મુશ્કેલી ન જ પડે, જેવી મનને = આત્માને કાબુમાં રાખવાની સાધનામાં પડે. દીક્ષાની તાલીમમાં, મુમુક્ષુપણામાં જીવનો ભાવ મુખ્યત્વે આવો રહેતો કે “મારી ક્રિયાઓ નિર્દોષ રહેવી જ જોઈએ. મારી પ્રતિક્રમણાદિ ક્રિયાઓ ઊભા ઊભા જ, સત્તર સંડાસા પૂર્વક થવી જોઈએ. મારું ગુરુવંદન, મારી જિનપૂજા... બધું નિર્દોષ હોવું જોઈએ....” “ પણ એવી દઢતા સાથે એવો ભાવ કેળવાયેલો ન હતો કે “મારો પરિણામ નિર્દોષ રહેવો જ જોઈએ. મારી ખાવા પ્રત્યેની અનાસક્તિ, વિજાતીય પ્રત્યેની નિર્વિકારિતા, ગુરુ પ્રત્યેનો સમર્પણભાવ, શાસ્ત્રો પ્રત્યેની નિષ્કપટ ભક્તિ, જીવ માત્ર પ્રત્યેની મૈત્રી, ગુણવાનો પ્રત્યેની અનુરાગિતા.... આ બધું કોઈપણ નાના દોષોથી ય ખરડાયેલું ન હોવું જોઈએ.” - દીક્ષાની તાલીમવાળો જીવ તો પ્રતિક્રમણ થયું એટલે હાશ ! અનુભવે. મારી ક્રિયા થઈ ગઈ. પાપોનો પશ્ચાત્તાપાદિ ન થયો હોય તો પણ એના કારણે એને ઝાઝો રંજ ન થાય. પણ સાચો દીક્ષિત જીવ તો વિધિસર પ્રતિક્રમણ થવા છતાંય થઈ ગયેલા પાપોના સ્મરણ, પશ્ચાત્તાપાદિ જો ન થયા હોય તો ઝૂરે, દુઃખી થાય, બેચેન બને. દીક્ષાની તાલીમવાળો જીવ તો “મેં આજે એકાસણું કર્યું.” એ વિચારથી કૃતકૃત્ય થઈ જાય. એમાં આહાર સંજ્ઞા પોષાઈ તો ય શું? ન પોષાઈ તો ય શું? એને એની ફુરસદ જ ન હોય. આ પણ સાચો દીક્ષિત જીવ તો આયંબિલમાં પણ જો રાગ જાગે, જો બલવણરહિત વસ્તુ આવી જવાથી દ્વેષ જાગે તો ધ્રુસકે ધ્રુસકે રડે, પૂજ્યપુરુષો પાસે એ પાપને જોરદાર ધિક્કારે, હવે તો સમજાયું ને ? કે દીક્ષાની તાલીમ અને સાચી દિક્ષામાં કેટલો તફાવત છે? જ્યાં બાહ્ય આચારોજ સર્વસ્વ લાગે, જ્યાં બાહ્ય ક્રિયાઓ જ સદ્ધર્મ લાગે, - ---- ----- - - - - - - - - ૧૧ - - - - - અલ-----જલન જલાહ ન જ Page #13 -------------------------------------------------------------------------- ________________ * મહાવ્રતો જ્યાં બાહ્ય વ્યવહાર જ અંતિમ લક્ષ્ય લાગે, ત્યાં સાચી પ્રવ્રજ્યા નથી. હા ! એ પ્રવ્રજ્યાની તાલીમ ચોક્કસ કહેવાય. પણ જ્યાં આંતરિક વિચારો સર્વસ્વ લાગે, જ્યાં આંતરિક જ્ઞાન = ભાવ જ સદ્ધર્મ લાગે, જ્યાં આંતરિક નિશ્ચય જ અંતિમ લક્ષ્ય લાગે, તથા શુભવિચારોને જે લાવી આપે એ જ આચાર શુભ લાગે, શુભ ભાવોને જે લાવી આપે એ જ ક્રિયા શુભ લાગે, શુભ નિશ્ચયને જે લાવી આપે એ જ વ્યવહાર શુભ લાગે, ત્યાં સાચી પ્રવ્રજ્યા છે. એ જ જ્ઞાનયોગનો સ્વીકાર છે. જ્ઞાનયોગમાં બાહ્ય આચાર નથી હોતો, કે એની ઉપેક્ષા હોય છે, એવી ભ્રમણામાં ન પડવું. જ્ઞાનયોગમાં એટલી વાત સ્પષ્ટ હોય છે કે “શુભ પરિણતિને સાધી આપે એવો જ બાહ્ય આચાર અપનાવવો. જે બાહ્યાચાર શુભ પરિણતિને બદલે અશુભપરિણિતને ઉત્પન્ન કરી દે, તે બાહ્ય આચાર પણ ત્યાજ્ય બની જાય” દા.ત., એકાસણા કરતા આયંબિલનો આચાર વધુ મહાન છે. છતાં જો આર્યબિલની ગરમાગરમ રસોઈ અને અનેકવિધ આઈટમો પુષ્કળ રાગને જન્માવનારી કોઈકને બનતી હોય, અને એની સામે એકાસણાની રોજીંદી ઠંડી-સાદી રસોઈ જો એને અનાસક્તિપ્રેરક બનતી હોય તો જો એ મહાત્મા જ્ઞાનયોગી હોય તો, આંબિલ ત્યાગીને પણ એકાસણું કરે. અથવા આંબિલમાં પણ પરિમિત દ્રવ્યો, ઠંડા દ્રવ્યો વાપરીને પરિણતિને સાચવે. પણ જો એ ક્રિયાયોગી હોય તો આ સૂક્ષ્મગણિતની અણસમજના કારણે આંબિલને આચરે અને એમાં સંતોષ HIA....... આનંદઘનજી કહે છે કે “વચનનિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચનસાપેક્ષ વ્યવહાર સાચો.’ વચન એટલે જિનાજ્ઞા ! જિનાજ્ઞા એક જ છે. નન્હેં નહ રાવોસા તદું વિલિનંતિ, તહ તહ પાિવ્યું। મા આળા નિધિવાળા રાગદ્વેષ જેમ જેમ જલ્દી ખતમ થાય, તેમ તેમ પ્રવર્તવું. અર્થાત્ રાગદ્વેષનો નાશ કરવો એ જ એક માત્ર જિનાજ્ઞા છે. હવે જે બાહ્ય આચારો આ જિનાજ્ઞાના સાધક ન બને, તે બાહ્ય આચાર ગમે એટલા સારા દેખાય તો પણ એ જૂઠા છે. જે બાહ્ય આચારો આ જિનાજ્ઞાના સાધક બનેં તે બાહ્ય આચાર જ સાચા છે. ૧૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ નીકનોલ-----------------જલન યુદ્ધની ઘોષણા ------------------- તેઓશ્રી તો આગળ કહે છે કે “વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફલ સાંભળી આદરી કાંઈ રાચો...” જે વ્યવહાર વચન નિરપેક્ષ છે = રાગદ્વેષનાશનો સાધક નથી, એ મોક્ષ નહિ, પણ સંસારની ભેટ આપે છે. આ વાત સાંભળીને હે ભવ્યજીવો ! તમે શા માટે આવા વ્યવહારમાં આનંદ માણો છો ? અર્થાત્ એ વ્યવહાર આચરીને ખુશ થવું એ બરાબર નથી. ફરી એ વાતને યાદ કરી લઈએ કે “વ્યવહાર = ક્રિયા = પ્રવૃત્તિ તો સાચવવી જ જોઈએ, ભાવ સચવાય કે ન સચવાય એની કોઈ વિશેષ નોંધ ન લેવી” એવા પ્રકારની ભૂમિકા એ ક્રિયાયોગ પ્રધાનતાની ભૂમિકા છે. અને એને આપણે સાચી દીક્ષા નહિ, પણ દીક્ષાની તાલીમ કહીશું. હવે આવી ભૂમિકાવાળા જીવો બહારથી કદાચ સાધુવેષમાં પણ હોય તો પણ એ દીક્ષાની તાલીમમાં જ છે, એમ પરમાર્થથી કહી શકાય. જયારે “મોક્ષની પ્રાપ્તિ માટે અત્યંત અનિવાર્ય અંગ નિશ્ચય-જ્ઞાન (ભાવ)=પરિણતિ જ છે. ક્રિયા = વ્યવહાર જો એ નિશ્ચયાદિના સાધક હોય તો જ આદરણીય ! જે ક્રિયાદિ નિશ્ચયાદિના સાધક ન બને, એની પ્રાપ્તિથી મારા જીવને કોઈ જ વિશેષ લાભ નથી” આ ભૂમિકા એ જ્ઞાનયોગની ભૂમિકા છે. આ જીવ ભલેને પછી બહારથી શ્રાવકવેષમાં હોય, તો પણ એ સાચા અર્થમાં જ્ઞાનયોગની ભૂમિકાને સ્પર્શી ગયેલો ગણાય. - ઓમ, - પ્રવ્રયા એ જ્ઞાનયોગની પ્રતિપત્તિ રૂપ છે, એ શાસ્ત્રવચનનો અંશતઃ અર્થ આપણે જોઈ ગયા. ' હવે આ હકીકત છે, માટે જ ક્રિયાયોગાત્મક તાલીમકાળ અને જ્ઞાનયોગાત્મક યુદ્ધકાળ = પ્રવ્રયાકાળ એ બેમાં ખાસ્સે અંતર સમજી શકાય છે. અને જુઓ, આખું પ્રતિક્રમણ ઊભા – ઊભા, સત્તર સંડાસા પૂર્વક, મુદ્રાઓ સાચવવા પૂર્વક આદરવું જેટલું સહેલું છે, એ જ આખું પ્રતિક્રમણ મનને બીજે ક્યાંય જવા દીધા વિના સતત એના સૂત્રાર્થોમાં જોડી રાખીને આદરવું એટલું જ અઘરું છે. - શાસ્ત્રમાં કહ્યા પ્રમાણેની ૧૪ કે ૨૫ પ્રકારની જ ઉપધિ રાખવી, બીજું કશું વધારે ન રાખવું એ જેટલું સહેલું છે, એ ઉપધિમાં થી એકેય વસ્તુ ઉપર કે એ ઉપધિ સિવાય પણ જગતમાં દેખાતી વસ્તુઓ ઉપર લેશ પણ રાગભાવ ઉભો ન થવા દેવો એ એટલું જ કપરું છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ - ૯ - - - - - - - - મહાવતો - & ૦૯ - - - - - - નિર્દોષ ગોચરી લાવવી, એ પણ સંયોજનાદિ વિના વાપરવી... આ જેટલું સહેલું છે... એવી રીતે ગોચરી વાપરતી વખતે પણ લેશ પણ રાગ ન થવો, એ રીતે ગોચરી વાપરવામાં મુશ્કેલી પડવા છતાં લેશ પણ અરુચિ ન થવી... એ એટલું જ અઘરું છે. બીજાના સારા કાર્યોની મુખ દ્વારા ખૂબ ખૂબ પ્રશંસા કરવી, મધુરતમ શબ્દો બોલવા એ જેટલું સહેલું છે... કદી કોઈના પણ વિકાસને જોઈને અંતરમાં માત્ર ને માત્ર આનંદ જ થવો, ઈર્ષ્યા ન જ થવી, નાનામાં નાની પણ ઈર્ષ્યા ન જ થવી... એ એટલુંજ અઘરું છે. - સ્ત્રી સાથે વાતો નહિ, સ્ત્રી સામે જોવાનું નહિ... આ નવવાડોનું પાલન જેટલું સહેલું છે, ... શબ્દ, રૂપ, રસ, ગંધ સ્પર્શ અનુભવવા મળે તો ય તદ્દન અલિપ્તતા! બીલકુલ રાગદ્વેષનો પરિણામ નહિ... એ એટલું જ કપરું છે. ક્યારેક મધરાતે ઉઠી, પરમશાંતિના કાળમાં આંખો મીંચીને આત્મનિરીક્ષણ કરીએ કે “દિવસ દરમ્યાન અઢળક ક્રિયાઓ હું કરું છું, પણ દરેકે દરેક ક્રિયાઓમાં મારે જે ભાવ રાખવાનો છે, એ મેં રાખ્યો છે ? ભાવને હું સંપૂર્ણ જાળવી શક્યો છું? હજારો ક્રિયાઓમાં જરૂરી લાખો શુભ ભાવોને મેં બરાબર સાચવ્યા છે ?...” જો વિવેક દ્રષ્ટિ હશે, કઈ ક્રિયાઓમાં કેટલા અને કેવા ભાવ હોવા જોઈએ એનો સ્પષ્ટ ખ્યાલ હશે તો આ આત્મનિરીક્ષણ અંદરની આંખો ઉઘાડી દેશે, મનમાં લાગશે કે “અરેરે ! હું તો સાધનને જ સાધ્ય માની બેઠો. સાધનોમાંથી સાધ્યને ઉભું કરવાની સાધના તો મેં કરી જ નથી. રસોઈની બધી સામગ્રી ભેગી કર્યા પછી જે રસોઈ જ ના બનાવે અને માત્ર સામગ્રી જોઈ જોઈ હરખે , એ ભૂખ્યો જ રહેવાનો. કરોડો રૂપિયા ભેગા કરીને એને તિજોરીમાં કેદ પૂરી દઈ એનો કોઈ ઉપયોગ ન કરનારો, માત્ર તિજોરી જોઈ હરખનારો તો લોકમાં મુરખ ગણાવાનો. હજારો રૂપિયાના જોરદાર પુસ્તકો ખરીદી લાવીને પણ એને જોઈ જોઈ સંતોષ પામનારો ને એક પણ પાનું નહિ વાંચનારો વિદ્યાર્થી C.A. ની પરીક્ષામાં પાસ થઈ રહ્યો... એમ હું ય શરીરની ક્રિયાઓથી ખુશ થઈ બેઠો, સઘળી બાહ્ય ક્રિયાઓની મનોહરતામાં જ ચારિત્રની પૂર્ણાહુતિ માની બેઠો, પણ ભાવનો = પરિણતિનો તો મેં વિચાર જ ન કર્યો ” બસ, પળેપળની ક્રિયાઓ સાચવવી ઘણી ઘણી સહેલી છે. પણ પળેપળ શુભભાવોને સાચવવા ઘણા ઘણા અઘરા છે. માટે જ પ્રવ્રજ્યા એ છે એક મહાન યુદ્ધ ! ભીષણ યુદ્ધ ! માટે જ કરેમિ ભંતે સૂત્ર એ છે એક મહાયુદ્ધની ઘોષણા ! “ Page #16 -------------------------------------------------------------------------- ________________ --------------------ન યુદ્ધની ઘોષણા ------------------------ તમે, હું અને આપણા જેવા હજારો આત્માઓએ યુદ્ધ માટેની સખત તાલીમ લીધી. આશ્ચર્યકારક ક્રિયાઓ આપણે આત્મસાત કરી. હજામોને પડતા મૂકી વર્ષમાં બે વાર બધા વાળો ખેંચી લેવા, સાઈકલ સુદ્ધા પણ ત્યાગીને બે પગે આખા વિશ્વમાં ફરવું, ઘરના રસોડાને પણ ઠંડીને ઘેર ઘેર તદન નિર્દોષ ગોચરી માટે લાંબુ પર્યટન કરવું, સોફા કે પલંગ કે ગાદલા - ગોદડા પણ તિરસ્કારીને ભોંય પર સંથારાને સહારે સૂવું. થિયેટરો તો ઠીક પણ છાપા - મેગેઝીનો પણ દૂર ફગાવી દઈને માત્ર ધાર્મિક અભ્યાસ જ આદરવો, ઘરનું ઘર પણ છોડીને જયાં, જે, જેવી જગ્યા મળે, ત્યાં તે તેવી જગ્યામાં રહેવાનું.... બાપ રે ! સંસારીઓ તો જેની કલ્પના પણ ન કરી શકે, સંસારીઓ તો જેને જોઈને ધ્રુજી ઉઠે, એવી ઘોરાતિઘોર લાગતી યુદ્ધ તાલીમ આપણે સહુએ કેળવી લીધી. આપણા શસ્ત્રો, આપણી આ તાલીમ જોઈને આપણને વિશ્વાસ ઉત્પન્ન થયો કે “આ મોહરાજ સામેના જંગમાં હવે આપણો વિજયવાવટો નક્કી ફરકવાનો.....” અને એક મહામંગળકારી દિવસે, જ્યોતિષીઓની સલાહ લઈ, સગુરુઓની સંમતિ લઈ આપણે બધાએ યુદ્ધની ઘોષણા સમાન એક મહા પ્રતિજ્ઞા ઉચ્ચારી. એનું નામ જ કરેમિ ભંતે સૂત્ર ! જ્યારે ભારતના વડાપ્રધાન વડાપ્રધાન તરીકેના શપથ લે છે, ત્યારે એ શપથની કિંમત કેટલી ? એ સહુ જાણે છે. સમગ્ર રાષ્ટ્રની અને રાષ્ટ્રની પ્રજાની રક્ષા કરવાની, એનું હિત કરવાની બધી જ જવાબદારી એ વડાપ્રધાનના મસ્તકે આવે છે. આ તો પ્રવ્રજ્યાના પરમપંથે પ્રયાણ કરતા પવિત્રાત્માની આ પ્રતિજ્ઞા પણ કંઈ સોંઘી નથી, એ માત્ર ભારતના જ નહિ, એશિયાના જ નહિ, ભરતક્ષેત્રના જ નહિ, જંબૂદ્વીપના - અઢિટ્રીપના - તિછ લોકના જ નહિ, પણ ચૌદરાજ લોકના તમામે તમામ જીવોને પોતાના નિમિત્તે લેશ પણ દુઃખ ન પહોંચાડવાની એક અતિ અતિ મહાપ્રતિજ્ઞા આ પવિત્રાત્મા ઉચ્ચારે છે. જેમ વડાપ્રધાનના ઉત્તમ શબ્દો ભારતીય પ્રજાને આશ્વાસન અને આનંદ બક્ષે, “ચાલો, આપણને ઘણા સારા વડાપ્રધાન મળ્યા” એમ સંતોષ આપે, એમ પવિત્રાત્માની આ પ્રતિજ્ઞા ચૌદરાજલોકના પ્રત્યેક જીવોને જાણેકે અજબગજબનું આશ્વાસન આપે છે કે ----------------------- ૧૫ -------------------------- Page #17 -------------------------------------------------------------------------- ________________ * મહાવ્રતો “ચાલો ઘણું સારૂં થયું. કમ સે કમ આ પવિત્રાત્મા તરફથી તો આપણને સંપૂર્ણ નિર્ભયતાની ભેટ મળી જ......” સાંભળો એ ઉપદેશમાલાકારના વચનો ! सयलंमि वि जीवलोए तेणं इहघोसिओ अमाघाओ ! इक्कंपि जो दुहत्तं सत्तं बोहेइ जिणवयणे ! જે ગુરુ એક પણ દુ:ખાત્તે જીવને જિનવચનનો બોધ પમાડી દીક્ષા આપે છે, તે ગુરુ ચૌદરાજલોકમાં અમારિઘોષણા કરવાનું કામ કરે છે. કેમકે એ નૂતનદીક્ષિત ચૌદરાજ લોકના તમામે તમામ જીવોને નહિ મારવાની મહાપ્રતિજ્ઞા લે છે. આ પ્રતિજ્ઞા અતિ મહાન છે, માટે જ તો એ પ્રતિજ્ઞા લેતી વખતે તમામે તમામ તીર્થંકરોને ધર્મસત્તા કેટલી બધી ભેટ સોગાદો આપે છે ! ચોથા ગુણસ્થાનકથી સીધું છઠ્ઠા- સાતમા ગુણસ્થાને ગમન આ મહાપ્રતિજ્ઞાની પ્રાપ્ત થાય છે. અવશ્ય કેવલજ્ઞાન અપાવે એવું વિપુલમતિ મનઃપર્યવજ્ઞાન આ મહાપ્રતિજ્ઞાથી પ્રાપ્ત થાય છે. કેટલીય પાપપ્રકૃતિઓના બંધ આ મહાપ્રતિજ્ઞાથી વિરામ પામે છે. અસંખ્યગુણી નિર્જરા આ મહાપ્રતિજ્ઞાથી શરુ થાય છે. આ મહાપ્રતિજ્ઞા સાચા ભાવથી તો આખાય ભવચક્રમાં વધુ માં વધુ માત્ર ૭-૮ વખત જ સંભવી શકે છે. અર્થાત્ અનાદિનિગોદથી માંડીને મોક્ષ પ્રાપ્તિ સુધીના અનંતાનંત પુદ્ગલપરાવર્ત કાળમાં ભાવથી આ મહાપ્રતિજ્ઞા જેમાં લેવાઈ હોય, એવા ભવો માત્ર ૭-૮ સંભવી શકે. (સમ્યકત્વની અને દેશિવરતિની ભાવવાળી પ્રતિજ્ઞા તો અસંખ્ય ભવોમાં અસંખ્યવાર સંભવી શકે છે.) આનો સ્પષ્ટ અર્થ જ એ કે’જીવની સંસારભ્રમણની મહાશક્તિને તોડી - ફોડી નાંખવાનું કામ આ મહાપ્રતિજ્ઞા કરે છે. આમ આપણા જેવા હજા૨ો વર્તમાન જીવોએ મોહરાજ સામે યુદ્ધમાં વિજય મેળવવા માટે, તાલીમ સ્વીકારવા પૂર્વક, સાચી સમજણ પૂર્વક પ્રવ્રજ્યાનો પંથ સ્વીકાર્યો તો ખરો, યુદ્ધ ઘોષણા રૂપ આ મહા પ્રતિજ્ઞા લીધી પણ ખરી અને એ જ પળથી અતિભયંકર એ યુદ્ધની શરુઆત થઈ ગઈ. આમાં પેલા સૈનિકોની માફક આ તાલીમબદ્ધ સંયમીઓમાં પણ ઘણા વિકલ્પો ઊભા થવા માંડ્યા. કેટલાક સંયમીઓ તો શરુઆતથી જ મોહરાજનો ભયંકર સપાટો જોઈને ગભરાઈ ગયા, લીધેલી તાલીમ અને બાંધેલા દૃઢ સંકલ્પોને વિસરી ગયા... ખાવાની સંજ્ઞાઓ જોર ૧૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - -જલન યુદ્ધની ઘોષણા -- ------------------ મારવા લાગી “આ ખાઉં, તે ખાઉં” એવા વિચારો આવવા લાગ્યા, રૂપનું અનોખું આકર્ષણ અંતરના સ્તર પર સ્પષ્ટ અનુભવાવા લાગ્યું, સ્વજનોની યાદ મનને સતાવવા માંડી, મિત્રો સાથેની મીઠી મસ્તી માણવાના અભરખાઓ જાગવા લાગ્યા, “લાવ, બધા સાથે વાતો કરું, મારા તરફ આકર્ષિત કરું...” એવી બહિર્મુખતાની ભૂતડી સળવળવા લાગી,... સાવ દૂર થયેલો સમગ્ર સંસાર ખૂબ – ખૂબ નજીક લાવવા માટે મન તડપવા લાગ્યું. આ જ મોહરાજનો ભયંકર સપાટો ! મોહરાજે એ સંયમીઓને પ્રલોભનો પણ આપ્યા, કે “મારે તાબે થઈ જાઓ, હું જેમ કહું, તેમ કરવા લાગો. તો તમારો બેડો પાર થઈ જશે.” અને કેટલાક સંયમીઓએ પક્ષપલટો કરી લીધો, વેષ સાધુનો જ રાખીને સાધુતાને દગો દેવાની ભયાનક ચાલબાજી રમવાની તૈયારી કરી લીધી. એ સંયમીઓ સમજ્યા કે “આમ પણ મોહરાજના આ ભયંકર આક્રમણ સામે અમે ટકી નહિ શકીએ.” આ સંયોજના વિનાની – સ્વાદ વિનાની ગોચરી વાપરવી, આખો દિવસ ૧૦-૧૨ કલાક સ્વાધ્યાય કરવો, સ્નેહીઓના મોઢા ય ન જોવા, ગૃહસ્થોનો પરિચય બિલકુલ ન કરવો, રૂપાળા દર્શન સદંતર બંધ કરવા... બાપ રે બાપ ! આ બધું હવે તો ભારે લાગે છે. તાલીમમાં હતા ત્યારે તો કોણ જાણે ઉત્સાહમાં આ બધું થોડું - ઘણું પાળ્યું, પણ આ યુદ્ધભૂમિ પર આવ્યા ત્યારે જ ખબર પડી કે “આ તો લોઢાના ચણા ચાવવાના છે.” આપણું આ કામ નહિ. એને બદલે ભલે સાધુપણામાં રહીએ પણ મોહરાજ જેમ કહે એમ કરીએ. એનાથી બે લાભ થશે. આપણે એના મિત્ર હોઈશું, તો એ આપણને મારશે નહિ અને મોહરાજ તરફથી સારી સારી ભેટો મળ્યા જ કરશે... એટલે રહેવાનું ચારિત્રમાં, પણ દોસ્તારી - નોકરી મોહરાજની !” અને એ સંયમીઓ ખરેખર મોહરાજને આધીન બની ગયા. - મોહરાજ કહે “તમે મિષ્ટાન્ન - ફરસાણ ખાઓ, દોષિત વાપરો, એ માટે માંદગી વગેરેના બહાના કાઢો, બધાને ઠગો...” અને કેટલાકો એમ કરતા જ રહ્યા. મોહરાજ કહે “તમે ધર્મોપદેશાદિના બહાને સ્ત્રીઓ સાથે પરિચય વધારતા જાઓ, મીઠી મીઠી વાતો કરતા જાઓ,...” અને કેટલાકો એમ કરવા લાગ્યા. મોહરાજ કહે “તમે જલ્દી જલ્દી શિષ્યો બનાવી લો, બિચારા ભોળા સંસારી જીવોના ભોળપણનો લાભ લૂંટી લો. તમારી માયાજાળમાં =આચાર, વિચારની ઊંચી ઊંચી વાતોમાં, એમને ભોળવી દો... તમારો પરિવાર તમે ઊભો કરો, તમારો વટ પડશે...” અને ખરેખર કેટલાકોએ એ પ્રમાણે જ કરવા માંડ્યું. Page #19 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - = મહાવતો - -- ------- મોહરાજ કહે, “હવે તમે કરોડપતિઓને તમારા ભક્ત બનાવો, એ માટે એમની પ્રશંસા કરો. એ ગમે તેવા હોય, તો પણ તમે એમના ગુણલા ગાઓ... બસ, એ રીઝી જશે, ધનનો વરસાદ વરસાવશે, પછી તમે તમારી ઈચ્છા પ્રમાણે એ ધનનો સદુપયોગ (!) કરો..” અને પક્ષ પલટો કરી ચૂકેલા કેટલાકોએ આ બધુ પણ આચર્યું. આવી તો હજારો બાબતો મોહરાજ કહેતો ગયો અને કેટલાક સંયમીઓ એ પ્રમાણે કરતા ગયા. હાય ! આ કેટલો મોટો વિશ્વાસઘાત ! આ કેટલો મોટો પ્રતિજ્ઞાભંગ ! આ કેટલી મોટી છેતરપીંડી ! આ કેટલી મોટી ગદારી ! મોક્ષ મેળવવાની, મોહરાજને મશાનભેગો કરવાની જોશીલી વાતો તો ક્યાંય આકાશમાં ઊડી ગઈ. ખુદ રક્ષકો ભક્ષક બન્યા. લોકો પણ બિચારા વેષ જોઈને ઠગાયા કે “આ તો ધર્મરાજનો સૈનિક ! મોહરાજને મારવા નીકળેલો મહારથી !' ન સમજી શક્યા એ ભોળીયાઓ કે “આ તો માત્ર વેષ જ ધર્મરાજના સૈનિકનો છે, બાકી તો આ બધા સૈનિકો અંદરખાને ફૂટી ગયા છે. મોહરાજૂના ગુલામ બની ચૂક્યા છે....” પણ એ અણસમજે એમને છેતરપિંડીના ખાડામાં ઉતારી દીધા. અને, આ વિશ્વાસઘાત કરનારાઓને તત્કાળ તો મોહરાજ તરફથી પણ સારી સારી ભેટો મળતી જ રહી. દોષિત, સ્વાદિષ્ટ ગોચરીમાં મજા આવી ગઈ, વિજાતીય પરિચયોમાં ગલગલિયા થયા, ' વિશાળ શિષ્યસંપત્તિએ સમાજમાં ગૌરવભર્યું સ્થાન અપાવ્યું, શ્રીમંત ભક્તોની અવરજવરે ચોતરફ એમની મહાનતા ઘોષિત કરી દીધી, એશ - આરામ ભરેલી જીંદગીએ, કષ્ટરહિત જીંદગીને જીવનમાં આનંદ – આનંદ ભરી દીધો. અને ધર્મરાજના સૈનિકસંયમીઓ આ લોભામણી માયાજાળમાં વધુને વધુ ખેંચાવા લાગ્યા. એમને લાગવા માંડ્યું કે “આપણે ચારિત્રધર્મરાજને દગો દઈ રહ્યા છીએ, એમાં - - - - - - - - - - ૧૮ - - - - - - - - - - - - Page #20 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધની ઘોષણા કશું ખોટું નથી કરતા. મોહરાજ જ આપણને પરમસુખી બનાવી શકશે. ચારિત્રધર્મરાજના પડખે રહેવામાં તો નર્યા દુઃખભર્યા દિવસો જ છે. આ બધા પ્રલોભનો પળવારમાં સળગી જાય, ઉપરથી મોહરાજની પુષ્કળ માર ખાવી પડે એ તો વધારામાં...! અર્થાત્ જો ધર્મરાજના પક્ષે રહેશું તો કલાકો સુધી ફરી ફરીને લાવેલા લુખા - સુકા ભોજનો મળવાના, વિજાતીયનો પડછાયો પણ સેવવા નહિ મળવાનો, શિષ્યપરિવારની મનોહર મસ્તી પણ નહિ મળે કેમ કે ગીતાર્થતાદિ ગુણો વિના અને ગુરુની સંમતિ વિના શિષ્યો કરી નહિ શકાય. બધું જ ગુરુને જ આપી દેવું પડશે, એક પણ ભક્ત નહિ કરાય, કેમકે ગૃહસ્થપરિચયથી અળગા રહેવાનું છે....” રે ! આ તો માત્રને માત્ર દુઃખી થવાનો જ ધંધો ! હું ક્યાં આ ધર્મરાજના રવાડે ચડી ગયો. કોઈકે મોક્ષની ઊંચી વાતો કરી, મને ભરમાવ્યો. હું ય ચડામણીમાં ચડી ગયો. હવે, સાચું ભાન થાય છે. સાચું, સમ્યકત્વ તો આ જ છે કે મોહરાજના સેવક બનીને રહેવું. એ જેમ કહે, તેમ કરવું. અને એમાં પ્રત્યક્ષથી જ બધા લાભ જોવા મળે છે. મોહરાજના કહ્યા પ્રમાણે કરૂં છું, તો બધા પ્રકારના સુખો ભોગવું છું. જૂઓને ! ત્રણ ટાઈમ ગરમાગરમ મનગમતી રસોઈ મળે છે, મોહરાજના સેવક બનવાથી ! વિશાળ શિષ્યપરિવારની અદ્ભુત ભક્તિ મળે, મોહરાજના સેવક બનવાથી ! ‘જી, હજુરી’ કરનારા હજારો ભક્તો મળે છે, મોહરાજના સેવક બનવાથી ! ચારે બાજુ ‘વાહ! વાહ !' ના ધ્વનિ સાંભળવા મળે છે, મોહરાજના સેવક બનવાથી ! શું આપ્યું ધર્મરાજે ? શું આપ્યું મોહરાજે ? મેં પ્રત્યક્ષથી જ જોઈ લીધું. બસ, હવે મારે ઊંચી ઊંચી વાતોમાં, ઊંચા - ઊંચા આદર્શોમાં તણાઈ જવું નથી. હવે કોઈ ગમે તે કહે, હું માત્ર ને માત્ર મોહરાજને જ વફાદાર રહીશ.” હાય ! એક ભયાનક મિથ્યાત્વે એ સંયમીઓના માનસતંત્ર પર ભરડો લઈ લીધો. આ બધી જ ભેદી રમત ૨મી ગયો, પેલો મોહરાજ ! એ પ્રલોભનો આપતો જ રહ્યો, ભેટ - સોગાદો પહોંચાડતો જ રહ્યો... એટલે જ એ સંયમીઓને મોહરાજ ઘણો સારો લાગતો જ રહ્યો. વિશ્વાસઘાતી બનેલા એ સંયમીઓને શું ખબર કે મોહરાજ જેવો કપટી, પાખંડી ૧૯ ***** ***** Page #21 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો બીજો કોઈ નથી. પ્રલોભનો આપી આપીને તમને અત્યારે એના પક્ષમાં રાખશે. અને જેવું એનું કામ પૂર્ણ થશે, ધર્મરાજ આ દગાખોરીથી હારશે કે તરત જ મોહરાજ આ બધાનું પણ કાટલું કાઢી નાંખવાનો. ધર્મરાજને દગો દેનારા તમામને એ મોહરાજ તિર્યંચગતિ કે નરકગતિ નામની જેલમાં કેદ પૂરી દેવાનો. ત્યાંથી એમનો છૂટકારો ક્યારે થાય એ તો ભગવાન જાણે. ઉપમાઓની જંજાળ બાજુ પર મૂકીને સીધે - સીધી વાત કરીએ તો એટલું જ કહેવાય કે મોક્ષની સાચી ભાવનાથી, સંસારના વૈરાગ્યથી દીક્ષા લીધા બાદ પણ જેઓ પાંચ મહાવ્રતોને, કરેમિભંતેની પ્રતિજ્ઞાને બરાબર પાળતા નથી. વિષયસુખોની, શરીરની પરવશતાનો ભોગ બને છે... તેઓનો આ નાનકડો ભવ ભલે દેખાવમાં સોહામણો પસાર થાય, પણ એ પછી ભીષણસંસારની અનંતયાત્રા એમણે કરવી પડે તો લગીરે નવાઈ નહિ. કેટલાક ભીરુ સંયમીઓ યુદ્ધે ચડ્યા બાદ મોહરાજના ભયંકર આક્રમણથી હેબતાઈ જઈ યુદ્ધ લડવાનો વિચાર તો માંડી વાળે છે, પણ તેઓ વિશ્વાસઘાતના માર્ગે જઈ કપટથી મોહરાજના તાબે રહેવાનું પસંદ કરતા નથી. તેઓ રણસંગ્રામમાંથી જ ભાગી જાય છે. અર્થાત્ સાધુ વેશમાં રહી સંસારીઓ કરતા પણ બદતર જીવન જીવવાનું ઘોર પાપ ક૨વાને બદલે સાધુવેષ ત્યાગી પૂર્વની જેમ જ સંસારી બની જાય છે. આ સંયમીઓ પહેલા સંયમીઓ કરતા ઘણા સારા છે. કેમકે-એમણે ચારિત્રવેષનો દુરૂપયોગ નથી કર્યો. એટલે જ દીક્ષા છોડ્યા પછી પણ જો તેઓ સમ્યગ્દર્શન, શ્રાવકાચારને બરાબર ટકાવી રાખે તો તેઓ ધીરે - ધીરે પણ પાછા મોક્ષ તરફ જ પ્રયાણ કરનારા બને. ઉપદેશમાલાકાર શ્રી ધર્મદાસગણિએ બહુજ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે 'સુસાવો વિ વરતાં, ન સાઝુવેને યુઅધમો સામાયિક, પૂજા, પ્રતિક્રમણાદિ શુભાનુષ્ઠાનો વિધિ+ભાવ પૂર્વક કરનારા સુશ્રાવકો સારા. પણ સાધુવેષમાં રહીને સાધુધર્મથી ભ્રષ્ટ થઈ સંસારી જેવું જીવન જીવનારા બિલકુલ સારા નહિ. જુઓ, સ્કુલમાં શિક્ષક બનવું, શિક્ષક તરીકે રૂા. ૧૦ હજારનો માસિક પગાર લેવો અને છતાં વિદ્યાર્થીઓને સારું ભણાવવાની પોતાની ઉપાડેલી ફરજમાં વેઠ ઉતારવી એ ઘણું જ ખરાબ છે. એના કરતા તો જે શિક્ષક જ નથી બન્યો, કે જે વિદ્યાર્થીઓને ભણાવી ન શકતો હોવા બદલ સ્વયં શિક્ષકની નોકરી છોડી ચૂક્યો છે, એ વધુ સારો, કેમકે એ વિદ્યાર્થીઓને કે સરકારને ઠગતો નથી. ૨૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ * યુદ્ધતી ઘોષણા ડોક્ટર બનવું, રોગીઓ પાસેથી અને સરકારી હોસ્પીટલોમાંથી પુષ્કળ પૈસા લેવાના... છતાં દવાઓ ન આપવી, રોગ વધારનારી દવાઓ આપવી, અંદરખાને ભ્રષ્ટાચાર ખેલવો... એ ઘણું જ ખરાબ છે. એના કરતા તો જે ડોક્ટર બનતો જ નથી, અથવા તો ડોક્ટર બન્યા પછી પણ જે પોતાની અશક્તિ જાણી લઈ ડોક્ટરનું કામ છોડી દે છે, એ વધુ સારો, કેમકે એ રોગીઓને કે હોસ્પિટલના વહીવટદારોને છેતરતો નથી. લાખો વોટ મેળવી રાજકારણી બનવું, પણ પછી પ્રજા માટે કંઈ કામ ન કરવા, લાંચ - રૂશ્વત લઈ પ્રજાનું જ નિકંદન કાઢી નાંખવું.. આવા નેતા તો ઘણા ખરાબ. એના કરતા તો નેતા ન બનનારો કે નેતા બન્યા બાદ પ્રજાના કામો કરવાની પોતાની ફરજ ન નિભાવી શકવાને લીધે નેતૃત્વપદ છોડી દેનારો માણસ ઘણો સારો. એવું જ આ ધર્મક્ષેત્રમાં છે. જેણે દીક્ષા જ નથી લીધી, એવો સુશ્રાવક સારો, દીક્ષા લીધા બાદ દીક્ષાના આચારો પાળી શકાય તેમ ન લાગવાથી દીક્ષા છોડી પુન : સુશ્રાવક બનનારો સારો, પણ દીક્ષા લઈ, દીક્ષા જીવનના બધા લાભો ભોગવનાર, મુગ્ધોનાં વંદન - ગોચરી - પાણી લેનાર છતાં દીક્ષા જીવનને ઉચિત આચારો ન પાળનારો બિલકુલ સારો નહિ. ધન્યાતિધન્ય તો એ મુમુક્ષુઓ છે, જેઓએ તાલીમ તો જોરદાર લીધી જ, મોક્ષેચ્છાને તીવ્રતમ બનાવી, મોહવિજયર્ને અંતિમ લક્ષ્ય બનાવ્યું, અને જાણે કે રજપૂતો કેસરિયા કરે, એમ અપાર ઉલ્લાસ સાથે જેઓએ માત્ર પ્રવ્રજ્યાનો સ્વીકાર જ ન કર્યો, પણ એ પળથી જ તે મહાત્માઓ મોહરાજ ઉપર અને એના સૈનિકો ઉપર,નિર્દય બનીને તૂટી પડ્યા. અનાસક્તિ એવી કેળવી કે સંયોજના વિનાની, રૂક્ષ-શુષ્ક ગોચરી પણ જાણે કે મનગમતી થઈ. નિર્વિકારિતા એવી કેળવી કે દૈવી સ્ત્રીઓના દર્શન પણ રૂંવાડેય વિકાર ન જગાવી શકે. અપ્રમત્તતા એવી કેળવી કે રાત્રે પાંચેક કલાકની ઊંઘ દરમ્યાન પડખું ફેરવતી વખતે પૂંજવા - પ્રમાર્જવાનું તો ચાલુ જ. નિઃસ્પૃહતા એવી કેળવી કે સામેથી શિષ્ય બનવા આવતા જીવોને પણ માત્ર ગુરુને જ સોંપી દીધા. અંતર્મુખતા એવી કેળવી કે કરોડોપતિ ભક્તો વંદનાદિ માટે આવે, તોય સ્વાધ્યાયમાંથી એક મિનિટ પણ એમની સાથે વાતો કરવામાં જેમને નીરસતા અનુભવાતી. ગુરુપારતન્ત્ય એવું કેળવ્યું કે ગુરુ લાફા મારે કે અન્યાય કરે કે પ્રતિકૂળ બને... ગુરુ પ્રત્યેના અગાધ બહુમાનની વજ્રની બનેલી દિવાલની એક કાંકરી પણ ન ખરે. વાત્સલ્યભાવ એવો કેળવ્યો કે મુનિમાત્રને જોઈને રૂંવાડે રૂંવાડે હર્ષ પ્રગટે. અહોહો ! ૨૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ ---------------------લગ્ન મહાવ્રતો -૨૯-૦૯-૨૯---૯-૯-૯-૯-૯- આ મહારથી મુનિઓના ભાથામાં કેટકેટલા અજબગજબના શસ્ત્રો ! મોહરાજનું સૈન્ય માર ખાઈ રહ્યું. ત્રાહિમામ્ પોકારી રહ્યો, ખુદ મોહરાજ ! મોહરાજની પીછેહઠ વધતી ચાલી. તેમ તેમ મુનિરાજોનો ઉત્સાહ વધતો ગયો, આક્રમણ વધુ જોશીલું બનતું ગયું. અંતે આ મુનિરાજોએ નિષ્કલંક વિજય મેળવ્યો. આશ્ચર્ય તો એ કે મહાયુદ્ધ ખેલવા છતાં નાનકડો ઘા પણ ન લાગ્યો. અર્થાતુ ચારિત્રદેહમાં ક્યાંય નાનો સરખો અતિચાર પણ ન લાગવા દીધો. પણ સબૂર ! આવા મુનિરાજો કેટલા ? આવા શુરવીરો કેટલા ? કોઈ એકાદ પણ મળે આજે આવો ભડવીર ! અસંભવ ! હવે, આપણી વાત ! આપણે કોણ છીએ ? (ક) ચારિત્ર લઈને ચારિત્રાચારો ન પાળવા અને બધી અનૂકૂળતાઓ ભોગવવી... એવા વિશ્વાસઘાતી આપણે નથી ને ? (ખ) વેષ છોડીને ઘરે બેસી ગયેલા કાયરો પણ આપણે નથી ને ? (ગ) એક પણ ભૂલ વિનાનું નિષ્કલંક સંયમ જીવન જીવનારા મહામુનિ છીએ, આપણે? ના, આપણે મહામુનિ નથી, બની શકીએ એમ પણ નથી, તો, ઘેર જઈ બેઠેલા કાયરો પણ નથી, હા! એક ચોથા પ્રકારના સંયમીઓ પણ છે. દુશ્મનના સેંકડો ઘા ખાઈને, લોહી લુહાણ બનીને પણ એકલપંડે લડનારા, રાણાસંગ જેવા સૈનિકો ! એ મેવાડના મહારાણા સંગ્રામસિંહ (રાણો સંગ) યુદ્ધમાં ૮૦ ઘા ખાઈ ચૂક્યા હતા, એક પગ પણ કપાઈ ગયો હતો, છતાં ઘા પર મલમપટ્ટા કરતા, રુઝ લાવતા અને પાછા જંગે ચઢતા. દુશ્મનો આવા ઘાયલ લડવૈયાથી પણ ભારે ગભરાતા. એમ કેટલાક મુનિરાજો પણ આવા ઘાયલ લડવૈયા જેવા ! સંયમ જીંવનમાં મોહરાજના કારણે ઘણીવાર ઘાયલ થયા. પણ હાર સ્વીકારે કે પીછેહઠ કરે કે દગો રમે ૨૯-૯----૯-૯-૦૯-અલ-૨૯-૦૯-ક-૨૯-ક ૨ ૨ --૨૯-૦૯----------------- Page #24 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધતી ઘોષણા .. એ બીજા ! આ મુનિઓ તો જોરદાર લડવૈયા ! લડવું એ જ એમનો સ્વભાવ તો મલમુપટ્ટા કરે, પાછા ચડે રણમેદાને ! આ રીતે ઘાયલ થતા થતા પણ અંતે તો વિજય મેળવીને જ જંપે. આશય એ છે કે, ચારિત્રજીવનમાં કર્મોના વિચિત્ર વિપાકોના કારણે, કુસંસ્કારોના કારણે, આજુબાજુના નિમિત્તોના કારણે આત્મિક દોષો ઊભા થઈ જાય. = આહા૨સંજ્ઞા તીવ્રતમ બનવાથી આધાકર્મી વાપરવાના વિચારો પણ આવી જાય, સ્વચ્છતા માઝા મૂકે ત્યારે ગમે તેને શિષ્ય બનાવવાની લાલસા પણ પ્રગટી જાય, પ્રમાદ સીમાતીત બને ત્યારે આઠ - દસ કલાક ઉંઘ્યા કરવાની કુટેવ સેવાઈ જાય, વેદોદય હદ વટાવે તો વિચિત્ર પ્રકારના વિકારો પણ જાગ્રત થઈ જાય, સ્વાર્થઘાત થાય, ત્યારે ક્રોધાવેશ શ્રીસંઘના સભ્યો ઉપર પણ જાગી જાય, અપમાન સહેવું પડે, ત્યારે ગુર્વાદિ પ્રત્યે પણ અરૂચિ જાગી જાય... આવું આવું ઘણું બધુ બની જાય. આ તો ભાઈ !-યુદ્ધ છે યુદ્ધ ! ... એમાં શત્રુ તરફથી લાખો શસ્ત્રો છૂટવાના, એમાં ૨૫-૫૦-૧૦૦ શસ્ત્રો લાગી પણ જાય, એ કંઈ આશ્ચર્ય ન કહેવાય. યુદ્ધમાં આવું તો બનવાનું જ. ** આ જ રીતે લડનારો એ મુનિ ચોક્કસ એક દિવસ વિજય પામે જ. સ્પષ્ટ ભાષામાં કહીએ તો, તમામે તમામ જિનાજ્ઞાઓને બરાબર જાણવી. ઘા લાગે પણ એ વખતે એ સંયમી સદ્ગુરુ પાસે જાય, પોતાના દોષો વિસ્તારથી જણાવે, એનું પ્રાયશ્ચિત્ત લે, ફરી એ દોષ ન સેવાઈ જાય એ માટે તીવ્ર પ્રયત્ન કરે. કદાચ ફરી દોષ સેવાય, ફરી અલોચના ! ફરી પ્રાયશ્ચિત્ત ! દોષ નહિ સેવવા માટેનો દૃઢ પ્રયત્ન કરવાની તૈયારી! શક્તિ પ્રમાણે બધી જિનાજ્ઞાઓ પાળવાનો દૃઢ પુરૂષાર્થ આદરવો. એમાં જ્યાં જ્યાં ભૂલો થાય, ત્યાં ગુરુને એ બધી ભૂલો જણાવવી. ગુરુ જે પ્રાયશ્ચિત્ત આપે તે સ્વીકારવું, આદરવું. એ પાપ ફરી ન થાય એ માટેનો પુન : દૃઢ સંકલ્પ અને પ્રયત્ન ! મોહરાજ સામે નમતું જોખવું એ કોઈપણ ભોગે ન પરવડે. બોલો, આપણી સામે માત્ર બે જ વિકલ્પ છે. ૨૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો (૧) ચારિત્રધર્મને દગો દેવો છે ? સાધુ વેષ પકડી રાખી સાધુતાને કલંકભૂત જીવન જીવવું છે ? હજારો મુગ્ધ લોકોને ઠગવાનું ઘોર પાપ બાંધવું છે ? કે પછી, (૨) ચારિત્રધર્મની વફાદારી પકડી રાખીને ખૂંખાર યુદ્ધ ખેલવું છે ? જીવનમાં લાગતા દોષોની શુદ્ધતમ આલોચના કરવી છે, એ પછી પ્રાયશ્ચિત્ત અને અકરણનિયમના આરાધક બનવું છે ? જો પહેલો વિકલ્પ સ્વીકારશું તો એનો અંજામ સ્પષ્ટ છે, અનંત સંસાર ! જો બીજો વિકલ્પ સ્વીકારશું તો એનો અંજામ સ્પષ્ટ છે, અંતે વિજય ! મોક્ષ ! જો પહેલો વિકલ્પ જ ગમતો હોય, મોહરાજના પ્રલોભનો છોડવા ન હોય તો પછી હવે કશું જ કહેવાનું રહેતું નથી. પણ જો એ પ્રલોભનોની પાછળ પડેલો અનંત સંસારનો ભય નજરે દેખાતો હોય, અને એટલે જ ખુમારીપૂર્વક, લડાઈ કરી લેવાની, જખ્મો ખાઈને પણ વિજય મેળવવાની ભાવના ઉભરાતી હોય તો હવે નીચેની વાત ધ્યાન દઈને સાંભળો ! યુદ્ધે તો ચડી જ ગયા છીએ ! હવે એમાં નથી ઘરે પાછા જવું કે નથી મોહરાજને પરાધીન થઈ ચારિત્રધર્મને દગો દેવો. તીર્થંકરો ભગવંતો જેવું અપ્રતિમ પરાક્રમ પણ નથી... પણ હવે એ યુદ્ધ કેવી રીતે લડવું એ માટેની વ્યૂહરચના બરાબર સમજી લઈએ. આપણે હવે એમ સમજીને જ ચાલીએ છીએ કે આ યુદ્ધમાં આપણને ઘણા બધા ઘા લાગવાના તો છે જ. પણ આપણે આલોચના - પ્રાયશ્ચિત્ત- અકરણનિયમાદિરૂપ સંજીવની ઔષધિ સાથે જ રાખી છે, એના દ્વારા એ ઘાને રુઝવતા જવાના છે અને યુદ્ધ ચાલુ રાખવાનું છે. ઘા - દોષો ન લાગે એ માટેનો પ્રયત્ન ચોક્કસ કરશું, છતાં ઘા લાગવાની અને ઘા લાગ્યા પછી મલમપટ્ટા કરવાની તૈયારી પણ એટલી જ રાખશું. બસ, આવા યુદ્ધવીર, લડવૈયા સંયમીઓ માટે હવેનું લખાણ છે. આ લખાણમાં આ સંયમીઓને આ બધી માહિતી આપવી છે કે ૧.કરેમિ ભંતે ! સુત્ર રૂપી પ્રતિજ્ઞાનો વાસ્તવિક અર્થ શું ? ૨.એ સૂત્રના જ વિસ્તાર રૂપી પાંચ મહાવ્રતોનો વાસ્તવિક અર્થ શું ? ૩.આમાં ક્યા ક્યા સ્થાને મોહરાજ આપણને પરેશાન કરી શકે છે ? ૪.આમાં આપણને આપણા જ લાગે એવા મોહરાજના જાસુસો = છૂપી પોલીસો કોણ ? ૨૪ **** *** Page #26 -------------------------------------------------------------------------- ________________ ------------------ યુદ્ધની ઘોષણા - લ - ---------------- પ.એ બધાને હણવા માટેના ઉપાયો શું? ૬.મોહરાજના શસ્ત્રો આપણને લાગી ન જાય, લાગે તો પણ જીવ ન લઈ લે અને લાગેલો ઘા જલ્દી રૂઝાઈ જાય... આ બધા માટે શું કરવું ? બસ, સૌ પ્રથમ આ બધી જ બાબતો આપણે સમજી લઈએ, પછી યુદ્ધ લડવાનું વધુ સારું પડશે. પછી વિજય મળવો વધુ સહેલો પડશે. હમણા તો જાણીએ આ વ્યુહરચનાને ! બસ, આપણે ગભરાવાનું નથી, પણ આપણે સાવચેત સજાગ ચોક્કસ રહેવાનું છે. ચાલો ત્યારે, એ યુદ્ધઘોષણા બાદ હવે યુદ્ધની વિશિષ્ટ યૂહરચનાને જાણવા માટે તત્પર બનીએ. Page #27 -------------------------------------------------------------------------- ________________ * ૨. કરેમિ ભંતે ! સૂત્રનો અર્થ * હે ભગવાન ! હું સામાયિક કરું છું. ( મિ ભંતે ! સામાયં) (પ્રશ્ન : સામાયિક તો ચાર પ્રકારના છે. તું કયું સામાયિક કરવાનો છે ? સમ્યકત્વ ? શ્રુત ? દેશ વિરતિ ? કે સર્વવિરતિ ?) ઉત્તર : હું તમામે તમામ સાવદ્યયોગનું પ્રત્યાખ્યાન કરું છું. અર્થાત્ પાપવાળા જે જે યોગો હોય એ બધાનો ત્યાગ કરું છું. એટલે કે સર્વવિરતિ રૂપી સામાયિકનો સ્વીકાર કરું છું. (સર્વાં માવપ્નું નોનું પદ્મવામિ ) (પ્રશ્ન : આ સાવઘયોગ ત્યાગ ક્યાં સુધી કરવાનો છે ?) ઉત્તર : નાવબ્નીવાળુ જ્યાં સુધી મારું આ જીવન ટકે ત્યાં સુધી આ સાવદ્યયોગનો ત્યાગ કરીશ. (પ્રશ્ન :એ સાવઘયોગ કેટલા પ્રકારના છે ? કે જે બધાનો તું ત્યાગ કરે છે.) ઉત્તર ઃએ ત્રિવિધ ત્રિવિધ =૯ પ્રકારના છે. તે આ પ્રમાણે છે. ૧.હું મનથી સાવઘયોગ કરીશ નહિ ૨.હું મનથી સાવઘયોગ કરાવીશ નહિ. ૩.હું મનથી સાવઘયોગ અનુમોદીશ નહિ. ૪.હું વચનથી સાવઘયોગ કરીશ નહિ. ૫.હું વચનથી સાવઘયોગ કરાવીશ નહિ. ૬.હું વચનથી સાવઘયોગ અનુમોદીશ નહિ. ૭.હું કાયાથી સાવઘયોગ કરીશ નહિ ૮.હું કાયાથી સાવઘયોગ કરાવીશ નહિ. ૯.હું કાયાથી સાવઘયોગ અનુમોદીશ નહિ. (તિવિદ્.. તે સાવઘયોગોનું પ્રતિક્રમણ કરું છું.(તસ્યમંતે ! પઙિજ્ઞામિ) તે સાવઘયોગની આત્મસાક્ષીએ નિંદા કરું છું (નિવામિ) ..સમણુનાળામિ) તે સાવઘયોગની ગુરુસાક્ષીએ નિંદા કરું છું.(રિહામિ ) ભૂતકાળમાં સાવઘયોગ કરી ચૂકેલા આ આત્માને હું ત્યાગી દઉં છું.( અપ્પાળું વોસિરામિ) આ રીતે આપણે સામાન્યથી આ મહાપ્રતિજ્ઞાનો અર્થ જોયો. હવે આમાં ગૂઢાર્થ શું છે ? એ જાણવાનો પ્રયત્ન કરીએ. ૨૬ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૩. ભંતે (સંવિગ્ન અને ગીતાર્થને ગુરુ બનાવજો) આ આખીય દીક્ષાની સફળતાનો આધાર કોણ છે ? ખબર છે ? જો આ આધાર બરાબર નહિ, તો દીક્ષા માત્ર નિષ્ફળ જ ન જાય, પણ ભયંકર ફળો પણ આપે. જો આ આધાર બરાબર, તો દીક્ષા ઝટપટ મોક્ષ આપી દે. કોણ છે એ તત્ત્વ ? જે દીક્ષાની સફળતા અને નિષ્ફળતાનું મૂળ છે. એ છે ગુરુ ! ગુર જો સારા – સાચા મળી ગયા, તો બેડો પાર ! દીક્ષા લેનારો કદાચ મિથ્યાત્વી હોય તો પણ સાચા - સારા ગુરુના પ્રતાપે સંસાર તરી જાય. ગુરુ જો ખરાબ - ખોટા મળી ગયા, તો આ દીક્ષાની નાવડી સંસારસાગરમાં ડૂબી જ સમજો. વૈરાગી - ત્યાગી શિષ્યો પણ ખરાબ – ખોટા ગુરુના પ્રતાપે દીર્ઘ સંસારી બની જાય. એમાં ય ગુરમાં બે ગુણો હોવા જ જોઈએ. ગીતાર્થતા અને સંવિગ્નતા * જિનાગમોનો અને એમાંય નિશીથચૂર્ણિ વગેરે છેદ ગ્રન્થોનો તલસ્પર્શી બોધ ધરાવનાર ગુરુ એ ગીતાર્થ ગુરુ ! જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર આ પાંચેય પ્રકારના આચારોનું પોતાની શક્તિ પ્રમાણે સમ્યફ પાલન કરે અને આશ્રિતોને પાલન કરાવે તે સંવિગ્ન ગુરુ! સ્વાર્થ ભાવના રહિત, પરોપકારની સાચી ખેવનાવાળા ગુરુ એ સંવિગ્ન! આ બેમાંથી એક પણ ગુણની ખામીવાળા જો ગુરુ બને, તો શિષ્યને સંસાર તરવો ભારે પડી જ જવાનો એ નિશ્ચિત હકીકત છે. | ઉપદેશમાલાકાર કહે છે કે, → जं जयइ अगीयत्थो जं च अगीयत्थनिस्सिओ जयइ । वडावेइ गच्छं अणंतसंसारिओ होइ । અગીતાર્થ ગુરુ અને અગીતાર્થની નિશ્રામાં રહેલો ગચ્છ... એ બધાનો અનંતસંસાર થાય. ગચ્છાચારપયન્ના કહે છે કે, – નીયWવયોui વિસં હત્નાહિત્ન તુ પિવે ... -------------------------૨૭ માલ- નાત-નકલ-ના-નકલ------------------ Page #29 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો ગીતાર્થગુરુ ઝેર પીવાનું કહે તો હળાહળ વિષ પણ પી જજે, પણ અગીતાર્થ તને અમૃત આપે તો પણ પીતો નહિ. → કોઈ તારા શરીરમાં શૂળ - ત્રિશુલ ભોંકીને ઝાડ વગેરે ઉપર લટકાવી દે, તો એ રીતે હજાર વર્ષ લટકી રહેવાનું અને ઘોરવેદનાઓ સહન કરવાનું કબુલ રાખજે. પરંતુ અગીતાર્થને ગુરુ બનાવી એનું શરણું સ્વીકારીશ નહિ. → પૃળાતિ શાસ્ત્રાર્થમિતિ ગુરુ: જે શાસ્ત્રોના અર્થોનું પ્રતિપાદન કરી શકે તે ગુરુ. મહોપાધ્યાયજી ૩૫૦ ગાથાના સ્તવનમાં કહે છે કે → ગીતારથ, જયણાવંત, ભવભીરૂ જેહ મહંત, તસવયણે લોકે તરીયે, જેમ પ્રવહણથી ભરદરિયે.... અર્થાત્ ગીતાર્થ, યતનાવંત, ભવભીરુ, મહંત ગુરુના વચનોથી સંસાર તરાય. એ સિવાયના ગુરુઓ તો બોલી બોલીને જીવોને સંસારમાં ડુબાડનારા બને. એવા નિર્ગુણીઓના ટોળાનું શું કામ ? ગણધર મહારાજાઓ આ વાત બરાબર સમજે છે કે પ્રવ્રજ્યાના પાવન પંથે ડગ માંડનારાઓ જો ગુરુની ઓળખ કરવામાં થાપ ખાશે તો એમની પ્રવ્રજ્યા ધૂળમાં મળી જવાની પાકી શક્યતા છે. અને એટલે જ એ મુમુક્ષુઓને જાણે કે સાવચેત કરવા, સાવધ બનાવવા સામાયિક સૂત્રમાં શરુઆતમાં જ ગુરુને માટે સંબોધન રૂપે એક ખૂબ જ સુંદર શબ્દ તેઓએ મૂકી દીધો. ભંતે ! આવશ્યક નિર્યુક્તિકાર મહારાજા એના ત્રણ અર્થ દર્શાવે છે. ભદત્ત = કલ્યાણકારી ભવાન્ત = સંસારનાશક ભયાન્ત = સાતભયોના નાશક. અર્થાત્ જે મોક્ષ પમાડી આપવા રૂપ કલ્યાણ કરી શકે, જે સંસારનો નાશ કરી શકે. જે ડગલેને પગલે સતાવતા સાતેય ભયોને નિવારી શકે. એવા એક મહાન સાધુને અહીં ભંતે ! શબ્દથી સંબોધવામાં આવ્યા છે. આના દ્વારા મુમુક્ષુઓને જણાવે છે કે, હે મુમુક્ષુઓ ! તમારા ગુરુ ભદત્ત છે ને ? ભવાન્ત છે ને ? ભયાન્ત છે ને ? એ ચકાસી લેજો. કેમકે એ જ તમારા સાચા ગુરુ બનવાને લાયક છે. અને બહુ જ સ્પષ્ટ હકીકત આ જ છે કે ગીતાર્થ અને સંવિગ્ન સાધુ જ ભદત્ત, ભવાન્ત, ભયાત્ત બની શકે છે. ** ૨૮ *** મ Page #30 -------------------------------------------------------------------------- ________________ ----------------------- ભંતે -------------------- જેમM.D. સુધીની ડીગ્રી મેળવી ચૂકેલો ભલા સ્વભાવનો ડોક્ટર રોગીના રોગ દૂર કરે, આરોગ્ય આપે અને ખર્ચા વગેરે સંબંધી બાબતોમાં પણ આશ્વાસન આપે. એમ ગીતાર્થતાની પદવી પામેલો સદાચારસંપન્ન, નિઃસ્પૃહ સાધુ સંસારીઓના સંસાર રોગનો નાશ કરે, આત્મગુણોની = આત્મિક સુખની બક્ષિસ આપે.. અને એ સિવાય પણ ઘણી બધી રીતે એ જીવોને શાતા - સમાધિ આપનાર બને. બાકી સંસારમાં જેમ કોઈ છોકરી કોઈક છોકરાના બાહ્યરૂપ, સંપત્તિ વગેરેને જોઈને, એનાથી આકર્ષાઈને લગ્ન કરી લે અને પાછળથી એ છોકરાના વિચિત્રસ્વભાવ, વ્યસનો, લફરાઓ વગેરેને કારણે ખૂબ ખૂબ દુઃખી થાય... એમ જેઓ ગુરુ નક્કી કરવામાં માત્ર બાહ્ય આડંબર જૂએ છે, “પોતાને પસંદ પડી ગયા, પોતાની સાથે મીઠું બોલે છે, પોતાની સાથે રાગભાવ છે.” એ બધું જોઈને ગુરુ નક્કી કરે છે... તેઓ ગુરુ તરીકેના સાચા ગુણોની ચકાસણી વિના ગમે તેને ગુરુ બનાવીને અંતે સંસારભ્રમણ વધારી દેનારા બને તો નવાઈ નહિ. - ભવિષ્યના અનંતકાળનો આ પ્રશ્ન છે, આ કંઈ નાની સૂની વાત નથી. જો ગુરુ બનાવવામાં થાપ ખાધી, તો અનંતીવાર નારકોમાં પણ જવું પડે એવી સંભાવનાઓ છે. આવી અતિગંભીર બાબત હોય ત્યારે છોકરડા, લાગણીવેડા કેમ ચાલશે ? કેન્સરનું ઓપરેશન કરાવવાનું હોય તો શ્રીમંતો ૧૦ જગ્યાએ પૂછપરછ કર્યા બાદ, ઘણી બધી ખાતરી કર્યા બાદ કોઈકની પાસે ઓપરેશન કરાવવા તૈયાર થાય છે. તો જો એક જ ભવના પ્રશ્ન માટે પણ આટલી બધી સખત તકેદારી રાખવાની હોય તો અનંતાનંત ભવોનો આ પ્રશ્ન છે, એ મા ગુરુ નક્કી કરવામાં ઉતાવળ, અવિવેક, સ્નેહરાગપરવશતા... આમાંનું કશું જ ચાલી શકે ખરું કે ? 'સંગુરુ અત્યંત અત્યંત આવશ્યક છે. તો કુગુરુ અત્યંત અત્યંત ત્યાજય છે, આજ કારણસર શાસ્ત્રકાર મહારાજાઓ કહે છે “જૂઓ, ભવ્યાત્માઓ! સાચાગુરુ મેળવવા માટે તમારે ૧૨ વર્ષ રાહ જોવી પડે તો રાહ જો જો. એ માટે ૭00 યોજના સુધી (વર્તમાનકાળમાં ૯૧૦૦ કી.મી. સુધી) સદ્ગુરુની તપાસ કરવી પડે તો કરજો, આમ ૧૨ વર્ષ સુધી ૭00 યોજન સુધી સગુરુની શોધ માટે ફરવું પડે તો ફરજો. પણ ગમે તેને ગુરુ ન બનાવતા...” મહોપાધ્યાય વિનયવિજયજી પણ કહે છે કે પરિદરીયો મુવિવેજી મતિ યો મતિન્દ્રમ' (શાંતસુધારસ-કરુણાભાવના) જે ગુરુ મંદબુદ્ધિવાળાઓને ભમાવે, ભરમાવે... એવા અવિવેકી ગુરુને છોડી દેવા જોઈએ... Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૯-૦૯-૯-૦૯-૯-૪-૯--૨૯--૨૯-૦૯-- મહાવ્રતો કે--૯-૦૯-૨-૯-૪-૯-૦૯-૨૯----ના વર્તમાનમાં કેટલીક મુશ્કેલીઓ એવી ઊભી થઈ છે કે જેને કારણે ગુરુ બનનાર અને શિષ્ય બનનાર બંનેને નુકસાન થાય છે. ગુરુ બનનારા જો પોતાની પાત્રતાનો વિચાર ન કરે, પોતાની ગીતાર્થતા અને સંવિગ્નતાને ન ચકાસે અને પોતાનો પરિવાર = શિષ્યો બનાવી લેવાના લોભમાં પડે તો એ પછી પોતાની પાસે આવનારા સાથે મીઠી – મધુરી વાતો કરશે, એમને આકર્ષવા માટેના બધા જ પ્રયત્નો કરશે, એમના માટે જમવાની, ઉંઘવાની, રહેવાની, નાહવાની સારામાં સારી ગોઠવણો પણ કરી આપશે, એના માટે જાતે રોજના કલાકોનો ભોગ આપશે, રાત્રે ૧૧-૧૨ વાગ્યા સુધી પાસે બેસાડશે. દીક્ષાની વાસ્તવિકતા - કઠિનતા સમજાવવાને બદલે દીક્ષાની સરળતા જ દર્શાવ્યા કરશે... “અહીં બધી અનુકુળતા છે. એકાસણા ન થાય તો કરજે ને નવકારશી ! કદાચ વિહારાદિમાં તકલીફ પડે તો ય ડોલી - વ્હીલચેરની વ્યવસ્થા છે જ ને ?... વગેરે.” બીજી બાજુ તદન ભોળા માસુમ મુમુક્ષુઓ ! એમને નથી તો મોક્ષની કંઈ વિશેષ સમજણ કે નથી તો “ગુરુ કોને બનાવવા જોઈએ” વગેરે બાબતોનો બોધ ! એ બધા હજી દીક્ષા લેવાની ઈચ્છાવાળા હોવા છતાં અંદરથી તો સાંસારિક લાગણીઓથી ઘડાયેલા હોય છે. એટલે જ જે સાધુ તરફથી આટલી બધી અનુકૂળતાઓ મળે, જે સાધુ કલાકો સુધી ભોગ આપે, એ સાધુ તરફ સહજ રીતે ઢળી પડે. એ સાધુ એમને સર્વસ્વ લાગવા માંડે... અને એ રીતે પેલો મુમુક્ષુ બને શિષ્ય ! અને એ સાધુ બને ગુરુ ! ખરી મુશ્કેલી હવે શરુ થાય. એ સાધુ સંતે ! બનવાને લાયક જો ન હોય તો એનો અર્થ જ એ કે ધીમે ધીમે એ નૂતનગુરુ પોતાના શિષ્ય માટે ભોગ આપવાને બદલે હવે શિષ્ય પાસેથી ભોગ લેવાની અપેક્ષા રાખવાના. શિષ્ય ત્રણ ટાઈમ ગોચરી – પાણી લાવી આપે, પડિલેહણાદિ કરી આપે, સંથારો પાથરી આપે, જરૂર પડે ત્યારે વરઘોડાદિમાં માન - સન્માન મેળવવામાં ઉપયોગી બને... આ બધી અપેક્ષાઓ ગુરુની વધતી જાય. પણ એની સામે શિષ્યને ભણાવવો, શિષ્યને સંયમની સૂક્ષ્મ તાલીમ આપવી. એને ગીતાર્થ – સંવિગ્ન બનાવવો... એ બધા માટેનો કોઈ જ પ્રયત્ન નહિ. હવે એ ગુરુ નૂતન મુમુક્ષુને નૂતન શિષ્ય બનાવવા માટેના નૂતન પ્રયત્નો શરુ કરે. પેલો જુનો શિષ્ય જૂએ કે “ગુરુ આખા દિવસમાં મને અડધો - એક કલાક પણ ભણાવવા તૈયાર નથી. એમને રસ છે, હવે પેલા નૂતન મુમુક્ષુ માટે ! “નવું નવું નવ દહાડા' એ ન્યાય મારા પર લાગી ગયો. હવે મારી કાણી કોડી જેટલી પણ કિંમત નહિ. હવે મારે માત્ર ઘસાઈ જવાનું. સામે મને શાસ્ત્રબોધ, સંયમની તાલીમ... મળવાનું નથી.” - - - - - - - ૯ ૯ ૩૦ ૯૯૦૯ - - - - - - - - Page #32 -------------------------------------------------------------------------- ________________ અને ગુરુ પ્રત્યેના સદૂભાવમાં ખામી આવતી જાય, તેનાથી વૈયાવચ્ચાદિમાં પણ ખામી આવતી જાય. એટલે ગુરુની વૈયાવચ્ચ બરાબર ન થવાથી, ગુરુની અપેક્ષાઓ પૂરી ન થવાથી ગુરુ એના પ્રત્યે અરુચિવાળા બનતા જાય, એને ઠપકો પણ આપતા થાય. એ ઠપકામાં પડેલો ક્રોધભાવ - સ્વાર્થભાવ શિષ્યને હાડોહાડ સ્પર્શી જાય, અને એનો અસદૂભાવ ઘટવાને બદલે વધે. જો એ પણ આવેશમાં આવી સામે થઈ જાય તો તો ગુરુશિષ્યના સંબંધમાં કાયમ માટે એક મોટી તિરાડ ઊભી થાય.... પણ જો એ સામે ન થાય તો પણ અંદર ને અંદર ગૂંગળાય, મન બળવો કરવા પ્રેરાય, વૈયાવચ્ચનો ઉલ્લાસ ખલાસ થાય, ગુરુને વંદન કરવામાં ય ભાવોલ્લાસ ન જાગે, એકલતા અનુભવાતી જાય... ગુરુ પણ આ બધું જોઈ વધુ ને વધુ આવેશ – તિરસ્કારાદિવાળા બનતા રહે... છેવટે એ શિષ્યનો માર્ગ ફંટાય. એને આત્મિક આનંદ તો મળ્યો નહિ, ગુરુ તરફનો સ્નેહાનંદ પણ ખતમ થયો. અને કામાનંદ = વિષયસુખાનંદ તો એ સંસારમાં જ છોડી આવેલો, એટલે ત્રણેય આનંદોથી ભ્રષ્ટ થયેલો એ કંઈક આનંદ મેળવા તલપે. જીવ માત્રનો આ સ્વભાવ છે કે એને કોઈક આનંદ તો જોઈએ જ. ' હવે આત્માનંદ મેળવવાનું તો એનું ગજું જ ન હોય કેમકે એવો શાસ્ત્રાભ્યાસ જ ન થયો હોય. એટલે એની નજર સ્નેહાનંદ અને કામાનંદ મેળવવા તરફ દોડે. એની દિશા બદલાય. એ ગૃહસ્થો સાથે વધુ ને વધુપરિચય કરવા દ્વારા, એમની સાથે મિત્રતા - લાગણી બાંધવા દ્વારા સ્નેહાનંદ મેળવવાનો પ્રયત્ન કરે. તો બીજી બાજુ ખાવા - પીવામાં, સ્ત્રીપરિચયાદિમાં, મસ્તીસભર જીવનમાં એ કામાનંદ મેળવવાનો પ્રયત્ન કરે. આ રીતે જ્યારે એક શિષ્ય સાધુપણામાં સંસારી તરીકેનું જીવન જીવવાનો પ્રારંભ કરે છે, ત્યારે એ જિનશાસનનો એક શત્રુ બની રહે છે. એના હાથે હજારો વર્ષો જૂની પરંપરાઓનો, આચાર મર્યાદાઓનો નાશ થવા લાગે છે. ગુર્વાદિ પ્રત્યેનો કષાયભાવ અને ભોજનાદિ પ્રત્યેનો વિષયભાવ એના સમગ્ર જીવનને ઘમરોળી નાંખે છે, તો બીજીબાજુ ગુરુ પણ કષાયાદિમાં સ્વહિત હારી બેસે છે. જો અયોગ્ય વ્યક્તિ ગુરુ બને તો આવી અનર્થોની પરંપરા સર્જાય છે. - ક્યાંક વળી ગુરુ - શિષ્યની જોડી અકબંધ પણ રહેતી હોય છે, જાણે કે વીર – - ગૌતમની જોડી જ લાગે. પણ એમાં પણ અતિગંભીર બાબત એ કે આ જોડી ટકી રહેવામાં પાયા તરીકે કામ કરે છે, સ્નેહાનંદ કે કામાનંદ! પિતા – પુત્રનો, માતા – પુત્રનો સંબંધ જેમ અકબંધ ટકી રહે છે. પણ એટલા માત્રથી એ આધ્યાત્મિક વિકાસ નથી જ ગણાતો. એમ ક્યાંક ગુરુ - શિષ્યનો સંબંધ પણ પરસ્પરના સ્નેહભાવને કારણે ટકી રહેતો હોય છે. પણ એમાં આત્માનંદ ભળેલો હોતો નથી. અને એ ભળે પણ ક્યાંથી ? કેમકે ગુરુ -----------------------૦૯ - ૩૧ - - - - - - - - - - - - - - - - - - - - - Page #33 -------------------------------------------------------------------------- ________________ જજલ ૯૦૯- જલા લજજાઃ- આ મહાવતો જજ જેલ ૯૦૯૯૯ - અગીતાર્થ કે અસંવિગ્ન છે. એટલે જ સાંસારિક સ્નેહ સંબંધની માફક આ સંબંધ પણ કંઈ વિશેષ વખાણવા લાયક નથી. હા ! બાહ્ય દ્રષ્ટિએ એ સારું દેખાવાનું, ન ઝગડો ન કંકાસ ! બંને મસ્તીથી જીવે, એકબીજાના ગાઢ સ્નેહને આધારે જીવે. એમને આત્માનંદ યાદ જ નથી આવતો, એટલે જ એની ઉણપ પણ એમને દુઃખી નથી કરતી. સ્નેહથી ભર્યો ભર્યો સંસાર એમને ખૂબ જ ગમી રહે છે. હા ! આવું પણ જોવા મળવાનું. જ્યાં શાસ્ત્રાજ્ઞાઓ પાળવાની કોઈ વાત નથી, જ્યાં દોષદહનની કે ગુણવિકાસની કોઈ વિચારણા નથી, જ્યાં દોષોની આલોચના કે એનું પ્રાયશ્ચિત્ત કરવાના કોઈ સંકલ્પો ય નથી, છતાં ય જ્યાં સંયમજીવન સરસ રીતે જીવાતું લાગે, કેમકે એમાં ભરપૂર સ્નેહાનંદ ભળી ચૂકેલો હોય છે. રે ! આના કરતા પણ ગંભીર બાબત છે કામાનંદ ઉપર રચાયેલી સંયમજીવનની મોટી ઈમારત ! ભલે એમાં અબ્રહ્મરૂપી કામાનંદ ન હોય, પણ એ સિવાય પણ પાંચેય ઈન્દ્રિયોના સુખોનો ભરપૂર ભોગવટો તો હોઈ શકે છે ને? પુણ્યવાન (!) ગુરુ પાસે એ બધું સાવ સુલભ હોય, અને મુગ્ધ શિષ્યને એ બધું માફક આવી જાય. વિહારમાં સામાન ઉંચકવાનો જ નહિ, કેમકે સામાનની હેરફેર માટે ગાડી તૈયાર છે. ઘેર ઘેર ગોચરી ફરવાની નહિ, કેમકે રસોડાઓ અને ભક્તોના ટિફીનો તૈયાર છે. પાણીના ઘડા ઉંચકવાના, ઠારવાના, ગાળવાના નહિ. કેમકે એ બધું કામ તો પેલા માણસો જ પતાવી દેવાના છે. વડીનીતિ માટે નિર્દોષ જગ્યા શોધવાની, દૂર સુધી જવાની કોઈ મહેનત જ નહિ, કેમકે વાડા કે આગળ વધીને સંડાસ પણ તૈયાર જ છે. કાપ કાઢવાની જરુર જ નહિ, કેમકે એ કામ પણ માણસો કરી લે છે. સંથારા – ઉત્તરપટ્ટાના દુઃખો સહેવાના જ નહિ, કેમકે ખરબચડા નહિ, પણ સુંવાળા ધાબડાઓ બધે જ. સુલભ બનાવી દીધા છે. લોચના પણ દુઃખો વેઠવાના નહિ, કેમકે ખાનગીમાં અસ્ત્રો ફેરવી લેવાની સુવિધા પણ મેળવી લીધી છે..... આ બધો છે, કામાનંદ ! ગુરુ તરફથી આ કામાનંદ મળે, પછી મુગ્ધશિષ્યને એ બધું ગમે અને એટલે જ એ આપનારા ગુરુ મહાન, ઉપકારી, તારણહાર લાગે તો એમાં વળી આશ્ચર્ય શું ? ટુંકમાં ગુરુ જો ગીતાર્થ + સંવિગ્ન નહિ હોય તો એ ગુરુ - શિષ્યની જોડી કાં તો ભાંગી પડવાની કાં તો સ્નેહાનંદ કે કામાનંદના આધારે વિકસવાની. પણ આ જોડી નિશ્ચિત દુર્ગતિગામી બને... તો એમાં કોઈ જ આશ્ચર્ય નહિ. આવું ન બને એ માટે ગણધર મહારાજાઓ મત્તે ! શબ્દ બોલીને મુમુક્ષુઓને, પ્રવ્રજિતોને સાવધ કરે છે, તમારા ગુરુ તરીકે ગમે તેને પસંદ ન કરતા, પણ ભદન્ત + & 29-06--% ૩૨ જજ બજાજજ જાત, Page #34 -------------------------------------------------------------------------- ________________ અલ-૯--૯-૯-૯-૪-૦૯--૨૯૯૦૯-૪-જન્મ ભંતે ૪૯-૪-૯--૦૯-૯-૯-------------- ભવાન્ત + ભયાન્તને જ સ્થાપજો. અને એવા ગુરુ ગીતાર્થ + સંવિગ્ન સાધુ જ બની શકે. જો ગુરુ ગીતાર્થ + સંવિગ્ન હોય તો આત્માનંદની પ્રાપ્તિ થાય. તે આ પ્રમાણે : સવનજ્ઞાનરત્રાળ મોક્ષમા : એ તત્વાર્થસૂત્ર છે. મોક્ષ એટલે આત્માનંદની પરાકાષ્ઠા ! એના કારણો છે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યફ ચારિત્ર ! જે ગુરુ આ ત્રણ વસ્તુ આપે તે ખરેખર તો મોક્ષ જ આપે છે, આત્માનંદ જ આપે છે. હવે ગુરુ ગીતાર્થ છે, શાસ્ત્રજ્ઞાતા છે, માટે તે શાસ્ત્રોનું જ્ઞાન આપશે, સમ્યજ્ઞાન આપશે. ગુરુ સંવિગ્ન છે,આચારપાલક છે, માટે તે આચારોનું દાન કરશે, સમ્યક્યારિત્ર આપશે. શાસ્ત્રીય ભાષામાં કહીએ તો, ગુરુ ગીતાર્થતાના બળથી શ્રુતધર્મની = સમ્યજ્ઞાનની = ગ્રહણશિક્ષાની ભેટ આપશે. ગુરુ સંવિગ્નતાના બળથી ચારિત્રધર્મની =સમ્યફચારિત્રની = આસેવનશિક્ષાની ભેટ આપશે. આ બંનેમાં સમ્યગ્દર્શન તો પુષ્ટ બનતું જ રહેવાનું. '' આમ ગીતાર્થસંવિગ્ન ગુરુ શિષ્યને રત્નત્રયીની ભેટ આપે છે, જેના દ્વારા આત્માનંદની ભેટ આપે છે. આત્માનંદ પામનારો શિષ્ય પછી સ્નેહાનંદ, કામાનંદની જંજાળમાં સપડાતો નથી. જો ગુરુ ગીતાર્થ નહિ હોય, તો એ સમ્યજ્ઞાન શી રીતે આપશે ? જો ગુરુ સંવિગ્ન નહિ હોય તો એ સમ્યકુચારિત્ર શી રીતે આપશે ? એ વિના રત્નત્રયી ન મળવાથી મોક્ષની પ્રાપ્તિ શી રીતે થશે ? અને મોક્ષ ન મળે, તો આખી ય દીક્ષા નકામી જ ને ? હવે જો દીક્ષા નકામી, તો એમાં વેઠેલા કષ્ટો પણ નકામા જ ને ? એટલે ફરી એ વાત કે ગુરુ ગીતાર્થ અને સંવિગ્ન હોવા જ જોઈએ. જો ગુરુની પસંદગીમાં ગરબડ થઈ, તો આખીય દીક્ષા નિષ્ફળ જવાની... એ નિઃશંકપણે સમજી રાખવું. પ્રશ્ન : આ બધી તમારી વાત તો સાચી. પણ કોણ ગીતાર્થ ? કોણ સંવિગ્ન ? આ બધું અમને શી રીતે ખબર પડે ? અમે બધા અભણ! એટલે આ બધા ઊંચા ઊંચા શબ્દો સાંભળવા તો ગમે, પણ એનો જીવનમાં ઉપયોગ કરતા અમને ન આવડે. અમે શું બધાને પુછવા જવાના હતા કે “તમે નિશીથ ભણ્યા છો? તમને એની પૂર્વેના આગમો ભણાવતા - નરલ જન -જ-જલ - જન-આજ- ૩૩ જહા-દહેજ--------------- Page #35 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો . આવડે છે ?” અને ધારો કે એ બધું પૂછીએ પણ ખરા, પણ એ કેવું નિશીથ ભણ્યા ?.... એ બધાની અમને શી ખબર પડે ? એમ સંવિગ્નતાની ખબર પાડવી પણ અઘરી છે. કેમકે અમને તો સાધુ જીવનના સૂક્ષ્મઆચારોની જ સમજણ નથી. તો એ સાધુ આચાર પાળે છે કે નથી પાળતા ? વૈરાગ્ય વાળા છે કે નહિ ? આ બધું સમજવાની અમારી શક્તિ જ ક્યાં છે ? એટલે ગીતાર્થ - સંવિગ્નને જ ગુરુ બનાવવા, એ માટે ૧૨ વર્ષ ૭૦૦ યોજન સુધી તપાસ કરવી પડે તો પણ કરવી... એ બધું સાચું, પણ ગીતાર્થતા અને સંવિગ્નતાને ઓળખવાની જ અમારી શક્તિ નથી. એટલે આગળની વાત વિચારવાની જ રહેતી નથી. તમે જ અમને આ ગીતાર્થ + સંવિગ્નતાને ઓળખવાનો ઉપાય બતાવો. ઉત્તર ઃ આ જ એક વર્તમાનકાળની વિચિત્રતા છે. મોટા ભાગે મુમુક્ષુઓ વિવેકસંપન્ન બન્યા બાદ દીક્ષા લેનારા નથી, પણ મુદશામાં, વિશેષ સમજણ વિના દીક્ષા લેનારા છે. ચોક્કસ, એમના ભાવ સારા છે, પણ વિવેક દૃષ્ટિ ન હોવાથી જાતજાતની ગરબડો ઊભી થાય છે. એટલે જ સૌ પ્રથમ વાત તો એ જ કે મુમુક્ષુઓએ દીક્ષા માટે બિલકુલ ઉતાવળ ન કરવી. તો જ એને ગુરુની શોધ કરવાનો સમય મળશે. બાકી ઉતાવળે નિર્ણય લેવાઈ જશે અને ગુરુ નક્કી થઈ જશે, તો પાછળથી એ બધું ભાન થવા છતાંય પછી કંઈપણ ફેરફાર કરવો એ આ કાળમાં અત્યંત કપરો બની જશે. એટલે જ જેઓ મુમુક્ષુ હોય, તેઓ માટે ગુરુની શોધ કરવા માટેની મોટી તક છે. એમાં જે ગુરુ આપણને સારા લાગે, તેમની સાથે સતત ઓછામાં ઓછા છ માસ તો રહેવું જ. શક્ય હોય તો પૌષધમાં જ ૨હેવું. આમ ૨૪ કલાક ગુરુની સાથે રહેવાથી અને એ પણ છ-છ માસ સુધી ગુરુની સાથે રહેવાથી આપોઆપ જ ગુરુની ઘણી બધી પરીક્ષા થઈ જ જાય. એમાં પણ (ક) ગુરુ મને રોજ વ્યવસ્થિત પાઠ આપે છે કે નહિ ? (એ જે ભણાવે છે, એમાં એમનો શાસ્ત્રબોધ કેવો છે ? એ પણ ખ્યાલમાં આવવા લાગે.) (ખ) ગુરુના શબ્દોમાં વૈરાગ્યભાવ, સંસારની અસારતાનો ભાવ, સંયમબહુમાનનો ભાવ, દેવાધિદેવ પ્રત્યેની અને શાસન પ્રત્યેની ભક્તિનો ભાવ અનુભવાય છે કે નહિ ? (ગ) ગુરુ આખો દિવસ કરે છે ? એમના આખા દિવસમાં સ્વાધ્યાય ૩૪ *** - જય - **** Page #36 -------------------------------------------------------------------------- ________________ વૈયાવચ્ચાદિનો સમય કેટલો? કે પછી ગુરુ છાપા – મેગેઝીનોમાં કલાકો કાઢે છે? આવેલા ગૃહસ્થાદિ સાથે નકામી વાતોમાં જ કલાકો કાઢે છે ? હા ! ગુરુ છાપા વાંચીને પણ એનો ઉપયોગ શાસન માટે કરે છે કે નહિ? કે માત્ર બહિર્મુખતાનો રસ પોષવા માટે જ છાપા વાંચે છે ? ગુરુ ભલે ગૃહસ્થો સાથે વાતો કરે, પણ એમાંય નકામો સમય બગાડવાને બદલે એમને સાચી હિત શિક્ષાઓ આપે છે (વ) ગુરુનો સ્ત્રીઓ સાથેનો વ્યવહાર કેવો છે ? સાધ્વીજીઓ કે સ્ત્રીઓ સાથે ગુરુ એકલા જ વાતો કરે છે? કેટલો સમય કરે છે ? એ વખતે હસાહસી કરે છે ? કે એકદમ ગંભીર રહે છે? સ્ત્રીઓ સામે જુએ છે ? કે નીચી આંખે વાતો કરે છે ? એમના વર્તનમાં મર્યાદાપાલન દેખાય છે? કે મર્યાદાઓ ઉલ્લંઘાતી દેખાય છે? (ચ) ગુરુ શું વાપરે છે? એકાસણું કરે છે? કે નવકારશી ? ભલે નવકારશી કરે પણ એ માંદગી – વગેરે કારણોસર કે વગર કારણે જ? એ ગોચરી વહોરવા જાય છે ? કે બધું ઉપાશ્રયમાં જ આવી જાય છે ? ગોચરીમાં પણ ભક્તોના ઘરે જ જાય છે કે પછી બીજા બધા ઘરોમાં પણ ગોચરી જાય છે? દોષિત ગોચરી વાપરે છે? ભલે દોષિત લે પણ એ એવા વિશેષ કારણોસર લે છે ? કે વગર કારણે જ ? : આવી બધી બાબતોની પરીક્ષા કરી શકાય. આ રીતે મુમુક્ષુ ગુરુની પરીક્ષા કરવા માટે હકદાર છે. એમાં “એણે ગુરુના દોષો જોયા, પારકી પંચાત કરી” એવું ન કહેવાય. કેમકે પોતાનું સમગ્ર જીવન જેને સોંપવાનું હોય, તેની પરીક્ષા તો અવશ્ય કરવી જ રહી. સંસારમાં લગ્ન કરનારાઓ પણ જ્યારે જીવન સાથીની શોધ કરે છે, ત્યારે ઘણી બધી તપાસ કરી જ લે છે. કેમકે તેઓ જાણે છે કે એ વ્યક્તિ સાથે આખી જીંદગી વિતાવવાની છે, જો ઉતાવળ કરીશ તો મારે જ પસ્તાવું પડશે. એટલે જ તો એ વ્યક્તિ માટે આજુ બાજુ ઘણાને પૂછપરછ કરે, એ વ્યક્તિ સાથે પણ ખાનગી મીટીંગો યોજાય... એમ ઘણી તપાસ બાદ લગ્નો નક્કી થતા હોય છે. એમાં જેઓ રૂપ-ધનાદિથી આકર્ષાઈને ઉતાવળા નિર્ણયો કરે છે, તેઓ લગ્ન બાદ ખૂબ પસ્તાય છે, એ બધા જાણે જ છે. તો એ જ વાત અહીં પણ સમજવાની છે. “મારા ગુરુ કોણ ?” એ નિર્ણય કરવામાં ખૂબ જ સાવચેતી રાખવી. ઓછામાં ઓછા છ માસ તો એ ભાવિ ગુરુની સાથે નિકટમાં રહીને જીવવું જ. એમની પ્રત્યેક ચર્યાઓ ધ્યાનમાં લેવી. કાળાદિના કારણે નાના - નાના દોષો ક્ષત્તવ્ય ભલે બને, પણ Page #37 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - મહાવતો ----- - - - - - - મહત્ત્વની બાબતો ઉપર તો ખૂબ ધ્યાન આપવું. બસ, ગીતાર્થતાનો અને સંવિગ્નતાનો પરિચય મેળવવા માટે મુમુક્ષુઓએ આટલું કરવું રહ્યું. છ માસ સાથે રહો, રોજ એક - બે કલાક રીતસર ભણો અને એ સિવાય સતત સાથે રહીને એમના જીવનને ચકાસો. ગુરુ જો રોજ એક - બે કલાક ભણાવી નહિ શકે તો એનાથી પણ ખ્યાલ આવશે કે ગુરુ જો પ્રારંભિક ગ્રન્થો પણ મને ભણાવી ન શકે તો એ ગુરુ ગીતાર્થ તો શી રીતે હોઈ શકે ? તો આવતી કાલે મને મોક્ષમાર્ગની સૂક્ષ્મ સમજણ તો કોણ આપવાનું ? આ તો વાત કરી મુમુક્ષુઓ માટે ! જેઓ દીક્ષિત થઈ ચૂક્યા છે, તેઓના તો ગુરુ નિશ્ચિત જ છે. આવા દીક્ષિતોએ તો જો એ ગુરુ એકંદરે બ્રહ્મચર્યાદિપાલન રૂપ આચારવાળા હોય, તો તે ગુરુ ગીતાર્થ ન હોય, ભણી - ભણાવી શકતા ન હોય તો પણ એમને ભગવાનની જેમ જ આરાધવાના છે. દસર્વે.સૂત્રના નવમા અધ્યયનમાં આ વાત અપવાદમાર્ગ રૂપે દર્શાવી પણ છે કે “ગુરુ અલ્પજ્ઞાની હોય, એ સંભવી શકે છે... પણ એ ગુરુની અલ્પજ્ઞાનિતાને જોઈને એમની હલના ન કરવી.” એટલે સંયમ લઈ ચૂકેલાઓએ તો હવે પોતાના ગુરુ પાસે આચારસંપન્નતાની = સંવિગ્નતાની જ અપેક્ષા રાખવી. સાથે ગીતાર્થ = જ્ઞાન હોય તો તો સરસ, પણ ન હોય તો એ બાબતને ગૌણ કરવી. એ જ્ઞાનની પ્રાપ્તિ બીજા જ્ઞાનીઓનો સંપર્ક સાધીને કરવી. ગુરુ સંવિગ્ન હશે, તો પોતાના શિષ્યને બીજા પાસે જ્ઞાન મેળવવામાં કદી પણ વિપ્ન નહિ ઊભા કરે, ઉલ્ટ સંવિગ્ન ગુરુ તો સામેથી જ શિષ્યને જ્ઞાનપ્રાપ્તિ માટેની વ્યવસ્થાઓ ગોઠવી આપે. હા ! ગુરુની આચારસંપન્નતામાં ગરબડ હોય, એમાં ય મુખ્યત્વે બ્રહ્મચર્ય બાબતમાં ગરબડ હોય તો સંયમીઓએ ગુરુને એ ગરબડોમાંથી મુક્ત કરવા પ્રયત્ન કરવો, એ શક્ય ન બને તો છેવટે સ્વરક્ષા માટે અન્ય ગુરુનું શરણું સ્વીકારી લેવું. પણ ક્યાંય જૂના ગુરુની નિંદા ન કરવી. વળી, દીક્ષિતો માટે આ માર્ગ હજી પણ ખુલ્લો જ છે કે ભલે એમણે એમના ગુરુ બદલવાના નથી જ. બ્રહ્મચર્યાદિ મુખ્ય આચારોના પાલક એવા એ ગુરુને ભગવાનની જેમ જ આરાધવાના છે. પણ એ ગીતાર્થ ન હોય તો શાસનમાં જે બીજા ગીતાર્થો હોય, એની પાસે સંયમીઓ આલોચના લઈ શકે, પોતાના જીવનના મહત્ત્વના નિર્ણયો માટે એ ગીતાર્થોની સલાહ લઈ શકે, કંઈ પણ શંકાઓ ઊભી થઈ જાય, તો એના સમાધાનો Page #38 -------------------------------------------------------------------------- ________________ ભંતે ગીતાર્થો પાસે મેળવી શકે. આમ પોતાના ગુરુ ભલે ગમે તે હોય, પણ શાસનમાં વિદ્યમાન ગીતાર્થસંવિગ્ન ગુરુને એ પોતાના ભાવગુરુ તરીકે તો સ્થાપી જ શકે છે. અને એ દ્વારા શાસ્ત્રાનુસારી જીવન જીવવાનો પ્રયત્ન પણ કરી શકે છે. ચાલો, અંતે મંતે ! શબ્દનો સાર પુન : યાદ કરી લઈએ. (ક) મુમુક્ષુઓ ૭૦૦ યોજન સુધી અને ૧૨ વર્ષ સુધી તપાસ કરવી પડે તો એ કરીને પણ વર્તમાન કાળની દૃષ્ટિએ ઘણા સારા એવા ગીતાર્થ + સંવિગ્ન ગુરુને પોતાનું જીવન સોંપે. એ માટે ઓછામાં ઓછા છ માસ એમની સાથે રહે, એ પછી જ દીક્ષાનો સ્વીકા૨ કરે, ઉતાવળ નહિ. (ખ) જેઓ દીક્ષા લઈ જ ચૂક્યા છે, તેઓ પોતાના વર્તમાન ગુરુ અગીતાર્થ હોય = અલ્પજ્ઞાની હોય તો પણ એ જો એકંદરે આચારસંપન્ન હોય તો એમને ભગવાનતુલ્ય માનીને શાસનમાં વિદ્યમાન બીજા કોઈ ગીતાર્થ - સંવિગ્ન ગુરુના માર્ગદર્શન પ્રમાણે પોતાના સંયમજીવનને આગળ ધપાવે. પોતે સ્વતંત્ર, સ્વચ્છંદ ન બને કે અગીતાર્થને સર્વથા પરતન્ત્ર ન બને, પણ ગીતાર્થ સંવિગ્ન સાધુને પોતાના ભાવગુરુપદે સ્થાપિત કરે. જેથી વ્યવહાર પણ જળવાય અને પોતાના આત્માનું પણ હિત થાય. આ છે અંતે શબ્દનો સાર ! 62 Page #39 -------------------------------------------------------------------------- ________________ ૪. ! ગુરુપારતત્ય અને તેના અપરંપાર લાભો સંવિગ્ન અને ગીતાર્થ ગુરુને જ આપણા ગુરુ તરીકે સ્થાપીએ, પણ એટલા માત્રથી પણ કામ પૂરું થઈ જતું નથી. જો આવા ગુરુ પામ્યા પછી પણ એને પરત ન રહીએ અને આપણે આપણી ઈચ્છા પ્રમાણે જ વર્તીએ, ગુરુથી અળગા રહીએ... તો એ ગુરુ મળ્યાનો ફાયદો શું ? એટલે સાચા ગુરુ શોધવા એ આપણી પ્રથમ ફરજ ! તો સાચા ગુરુ મળ્યા બાદ હવે એમને બધું જ સોંપી દેવું એ આપણી બીજી ફરજ ! કેન્સરના રોગથી પીડાતો માણસ શરુઆતમાં ચારેબાજુ સારામાં સારા ડોક્ટરની તપાસ કરે જ, પણ છેલ્લે જયારે સારામાં સારા ડોક્ટર મળી જાય અને એમને એ પોતાનો કેસ સોંપી દે... બસ, પછી તો એ રોગી એ ડોક્ટરના કહ્યા પ્રમાણે જ કરે. ઓપરેશન કરવાનું આવે, તો પોતાની આખી જીંદગી એના શરણે સોંપી દે. ઓપરેશનમાં ડોક્ટર ધારે તો એ રોગીને મારી પણ નાંખે... છતાં એ બધી તપાસ કર્યા બાદ જ રોગીએ ઝંપલાવ્યું છે, એટલે પછી એ ડોક્ટરની તમામે તમામ વાત માનવાનો જ. એ જ વાત અધ્યાત્મ ક્ષેત્રમાં છે. ગુરુની પસંદગી કરવા માટે પુષ્કળ મહેનત કરવાની છૂટ, એમ કરતા જ્યારે ગુરુ નક્કી થઈ જાય, ત્યારે તો પછી હવે એ ગુરુને જ સર્વસ્વ માની લેવાના. એ કહે “ઉઠ' તો ઉભા થવાનું. એ કહે, “બેસ' તો બેસી જવાનું. એમાં બીજો કશો જ વિચાર નહિ કરવાનો. ડોક્ટર જાણે છે કે રોગ કેમ નીકળે? આરોગ્ય કેમ આવે ? એટલે જ નીરોગી થવા ઈચ્છતો માણસ ડોક્ટરના વચનને બરાબર પાળે. કંઈપણ ઊંધુ-ચતુ ન કરે. એમ ગુરુ જાણે છે કે સંસાર કેમ નાશ પામે ? મોક્ષ કેમ મળે ? એટલે મોક્ષે જવા ઈચ્છતો સાધુ ગુરુના વચનને બરાબર પાળે, કંઈપણ ઊંધું-ચત્ત ન કરે. આમ સદૂગુરુની પ્રાપ્તિ બાદ એમનું પારતન્ય અનિવાર્ય છે, અત્યંત આવશ્યક છે. અને માટે જ એ પારતત્યનો બોધ આપવા માટે ગણધર મહારાજાઓએ સંબોધનનો = ઉગારચિહ્નનો પ્રયોગ કરેલો છે. અર્થાત્ અંતે શબ્દ પછી રહેલ ! ઉગારચિહ્ન એ ગુરુપારતત્ય આદરવાનો ઉપદેશ આપે છે. --- - 9%79% ૩૮ ૮૯-- ૯ Page #40 -------------------------------------------------------------------------- ________________ નાશનલ-લ-લ-લ--૯-૯-૯-૯-૨લ----- !--------------- પ્રશ્ન : આ તો તમે નવી વાત લાવ્યા? ઉગારચિહનને = સંબોધનવાચક ચિનને વળી ગુરુ-પારતત્ય સાથે શું લેવા દેવા ? કંઈ સમજ પડે એવું બોલો. ઉત્તર : જ્યારે આપણે કોઈને બોલાવીએ, ત્યારે એ સંબોધન કહેવાય. એ સંબોધનને દર્શાવવા માટે લખાણમાં એ સંબોધનના નામની પછી ! આ ઉગારચિહ્ન મૂકવામાં આવે છે. ( દા.ત. “ચેતનભાઈ ! તમે વ્યાખ્યાનમાં જઈ આવ્યા ?” તો અહીં ચેતનભાઈને સંબોધન કરીએ છીએ, એ દર્શાવવા માટે આ ચિહન મૂકાય છે. હવે એ કહો કે સામાન્યથી સંબોધન કોને કરવામાં આવે ? જે આપણી નજર સામે સાક્ષાત હાજર હોય એને જ આપણે સંબોધન કરીએ ને ? જે આપણી નજર સામે ન હોય, તેને આપણે સંબોધન કરતા નથી. દા.ત. ચેતનભાઈ સામે હાજર નથી, પણ વિરલભાઈ છે. તો આંપણે એમ પૂછશું કે “વિરલભાઈ ! ચેતનભાઈ વ્યાખ્યાનમાં જઈ આવ્યા ?” અહીં વિરલભાઈ સામે હાજર હોવાથી એમને સંબોધન કરીએ છીએ, ચેતનભાઈ સામે હાજર ન હોવાથી એને સંબોધન કરતા નથી. હા ! દુઃખોથી, રોગોથી પીડાતો માણસ રાડો પાડતો હોય છે કે “હે ભગવાન ! હે મા ! હે બાપ ! મને બચાવો.. એ વખતે સામે ભગવાન, મા, બાપ કોઈ હાજર ન હોય તો પણ એ એમને સંબોધે છે ખરો, પણ એ તો પીડા વધી હોવાના કારણે આમ બને છે. બાકી સામાન્ય સંજોગોમાં તો આ વાત એકદમ સ્પષ્ટ જ છે કે “નજર સામે જે હાજર હોય, એને જ સંબોધન કરવામાં આવે છે.” ' હવે જૂઓ. આ સૂત્રમાં ભંતે એ શબ્દથી ગુરુને સંબોધન કરવામાં આવ્યું છે. અર્થાત્ ગુરુ એ શિષ્યની નજર સામે છે, અને શિષ્ય એમને સંબોધે છે કે “હે કલ્યાણ કારક ! હે ભવનાશક ! હે ભયનિવારક ગુરુ ! હું સામાયિક કરું છું...” આનો અર્થ એ કે આ સૂત્ર બોલતી વખતે ગુરુ સામે જ હોવા જોઈએ. હવે જો એ નવેય વાર ગુરુ સામે જ હોય, ગુરુ નજીક હોય તો જ “ભંતે!” એ સંબોધન કરી શકાય ને ? પણ હવે જે શિષ્યો ગુરુથી ભૂદા વિચરે, પોતાની ટુકડી બની જવાથી, વ્યાખ્યાનશિષ્યાદિની શક્તિ વધી જવાથી, ચારેબાજુના આમંત્રણો મળવાથી, સ્વચ્છંદતામાં અનેરો આનંદ માણવા મળતો હોવાથી બહાનાઓ કાઢીને કે વગર બહાને ગુરુથી છૂટા વિચરે છે, એ જ જેમને ગમે છે... એ શિષ્યો રોજ નવવાર કરેમિ ભંતે સૂત્ર બોલશે ત્યારે ભંતે શબ્દથી સંબોધશે કોને ? ગુરુ તો નજર સામે હાજર નથી, તો ગુરુને સંબોધન શી રીતે ઘટે ? હવે આ એક સૂત્રમાં કુલ બે વાર ભંતે ! સંબોધન આવે છે. એટલે આખા દિવસમાં કુલ ૧૮ વાર આ રીતે ગુરુને સંબોધવાના છે. પણ હવે ગુરુને જ દૂર છોડી દીધા હોય, -------------------------- ૩૯ ------------------------ Page #41 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો ***** તો ૧૮ વાર કોને સંબોધવાના ? એટલે ગણધરમહારાજાઓ આ સંબોધનરૂપ દ્વારા શિષ્યોને ગર્ભિત રીતે આ ઉપદેશ આપે છે કે “તમે સતત ગુરુની પાસે રહેજો. ગુરુથી વેગળા ન થજો. જેઓ પોતાની ઈચ્છાથી ગુરુથી જુદા થાય છે. તેઓ ભલે એક દિવસ માટે પણ ગુરુથી વેગળા થાય, પણ તેઓ ભારે જોખમમાં પોતાની જાતને મૂકે છે. ગમે ત્યારે તેઓ ચારિત્રથી પતન પામે તો નવાઈ નહિ. બહારનું ચારિત્ર ભલે કદાચ ટકી રહે, પણ અંદરનું પરિણતિરૂપ ચારિત્ર તો એમને પણ ખબર ન પડે એ રીતે ખલાસ થઈ જાય. એટલે સંયમીઓ ! દિવસમાં ૧૮-૧૮ વાર ગુરુને સંબોધવાનું દર્શાવીને અમારે તમને એ જ દર્શાવવું છે કે તમે ગુરુની આંખ સામે જ રહો. ગુરુની આંખ સામેથી દૂર થયા, એટલે ગમે તે પળે ગમે તે નુકસાનો ઊભા થવાની શક્યતા ઉભી થઈ જ. સમજો. એટલે જ તમે સદા ગુરુની આંખ સામે અને એટલે જ ગુરુ પણ સદા તમારી આંખ સામે !'' કેટલો બધો ગૂઢ અર્થ દર્શાવી દીધો ગણધરમહારાજાઓએ, માત્ર સંબોધન દેખાડવા દ્વારા ! ગુરુની સાક્ષાત હાજરી કેટલી બધી જરુરી છે, એ દર્શાવતા આવશ્યકવૃત્તિકારશ્રી જણાવે છે કે, ધારો કે વિશાળ ગચ્છ એક ગામમાં પહોંચ્યો. એમાં એક જ ઉપાશ્રયમાં બધા ઉતરે, સાંજે પ્રતિક્રમણ બાદ ગુરુની હાજરીમાં સૂત્રપોરિસી અને અર્થપોરિસી કરે. પણ વસતિ નાની હોય અને એટલે કેટલાક સાધુઓએ ત્યાં જ બીજા ઉપાશ્રયમાં ઉતરવું પડે તેમ હોય, તો ભલે તેઓ બીજા ઉપાશ્રયમાં ઉતરે. પણ સાંજે ગુરુની હાજરીમાં જ પ્રતિક્રમણ+સૂત્રપોરિસી+અર્થપોરિસી કર્યા બાદ મધરાતે બીજા ઉપાશ્રયમાં સંથારો કરવા જાય. (અહીં સંથારો કરવાની જગ્યા ન હોવાથી જ બીજો ઉપાશ્રય સ્વીકાર્યો છે ને ?) પણ એવું ન ચાલે કે “હવે બીજા ઉપાશ્રયોમાં જ આપણે ઉતર્યા છીએ, તો પ્રતિક્રમણ અને સ્વાધ્યાય ત્યાં જ કરીએ.” ના. આ બધું ગુરુની હાજરીમાં જ કરવાનું. સંથારો પણ નાછૂટકે જ બીજા ઉપાશ્રયમાં કરવો પડે છે. પણ ધારો કે, મધરાતે આ રીતેબીજા ઉપાશ્રયમાં જવા જાય, તો કુતરાઓ ભસે, કરડે... કોઈ વળી સાધુઓને ચોર માની લે... વગેરે મુશ્કેલીઓ ત્યાં હોય અને એટલે મધરાતે ત્યાં જવું શક્ય ન હોય તો છેવટે પ્રતિક્રમણ+સૂત્રપોરિસી ગુરુપાસે કરી રાત્રિના પ્રથમ પ્રહર બાદ બીજા ઉપાશ્રયમાં જઈ ત્યાં અર્થપોરિસી કરે. ૪૦*** ***** Page #42 -------------------------------------------------------------------------- ________________ ! હવે જો પ્રતિક્રમણ કર્યા બાદ એટલે કે સૂર્યાસ્ત બાદ તે ઉપાશ્રયમાં જવામાં પણ મુશ્કેલીઓ પડવાની શક્યતા હોય તો પછી એ સાધુઓ પ્રતિક્રમણ વિના જ અન્ય ઉપાશ્રયમાં જાય, ત્યાં ગુરુની ગેરહાજરી હોવાથી સ્થાપનાચાર્ય સામે પ્રતિક્રમણ કરે. (એ વખતે ગુરુ ગચ્છાચાર્ય ભલે ન હોય પણ એક ગીતાર્થ સાધુ તો ત્યાં પણ હોય...) આમ સ્થાપનાચાર્યનો ઉપયોગ તો છેક ત્યારે કરવાનો કે જ્યારે નાછૂટકે ગુરુથી દૂર રહેવું પડે, બાકી તો ગુરુની હાજરીમાં જ બધી ક્રિયા કરવાની હોવાથી સ્થાપનાચાર્યની પણ જરુર નહિ. આ આખા પદાર્થ દ્વારા શાસ્ત્રકારો એમ કહે છે કે “ગુરુની સાક્ષાત હાજરી કેટલી બધી મહત્ત્વની છે ! માટે જ ગુરુને છોડીને ક્યાંય ન જવું. ગુરુ પાસે સ્વચ્છંદતા ન મળે તો ભલે, ગુરુ પાસે વૈયાવચ્યાદિ કામો કરવા પડે તો ભલે, ગુરુ પાસે ખાવા-પીવાની છૂટછાટ ઓછી મળે તો ભલે, ગુરુ પાસે વ્યાખ્યાન-ભક્તપરિચય વગેરે કરવા ન મળે તો ભલે, ગુરુ પાસે ઠપકાઓ ખાવા પડે તો ભલે, ગુરુ પાસે સ્વયં વિદ્વાન હોવા છતાં અજ્ઞાની બની બધું સાંભળવા બેસવું પડે તો ભલે,... પણ ગુરુને છોડી, એક કે બીજા બહાને જુદા વિચરવાનો વિચાર પણ કરવા જેવો નથી. * = સબુર ! ગુરુ પાસે રહેવા માત્રથી ન ચાલે, જો ગુરુ પાસે રહીને પણ ગુરુની વાત ન માને અને પોતાના મનમાં જેમ આવે એ પ્રમાણે જ પ્રવૃત્તિ કરે તો એનો કોઈ જ અર્થ નથી.એટલે જ શાસ્ત્રકાર ભગવંતો દિવસમાં ૧૮-૧૮ વખત ગુરુને સંબોધવાનું ગોઠવીને ગર્ભિત રીતે એવો ઉપદેશ આપે છે કે “જૂઓ, શિષ્યો ! નાનામાં નાનું કામ પણ ગુરુને પૂછીને જ કરજો. એ માટે તમારે દિવસમાં વારંવાર ગુરુને સંબોધન કરવાનું આવશે, તો ભલે આવે. કરેમિ ભંતેમાં કુલ ૧૮ વા૨ સંબોધન કરો જ છો ને ? એના દ્વારા આ વાત દૃઢ કરી લો કે જ્યારે પણ મને કામ પડે ત્યારે હું ગુરુને પૂછીને જ કરીશ...” માત્ર શ્વાસોચ્છવાસ, લોહીનું પરિભ્રમણ... આ બધા માટે હું ગુરુને પૂછી નહિ શકું. બાકી જેટલીવાર માત્રુ જાઉં, જેટલીવાર ઉપાશ્રયની બહાર જાઉં, કોઈકની સાથે વાત કરું, કોઈક પાઠ લઉં કે આપું, કોઈક પત્રાદિ લખું કે આવેલા પત્રો વાંચુ... દરેકે દરેક બાબત મારા ગુરુને પૂછીને જ કરીશ. એ હા પાડશે તો કરીશ, ના પાડશે તો નહિ જ કરું. સવારે શિષ્ય ઉઠે કે તરત ગુરુ પાસે જઈ ચરણોમાં માથુ ઝુકાવીને પ્રતિક્રમણ કરવાની રજા માંગે, માત્રુ જવું હોય તો એની રજા માંગે... પ્રતિક્રમણ બાદ ગુરુને પૂછે “પ્રતિલેખન કરું ?” ગુરુ હા પાડે તો કરે, નહિ તો અટકે... એ પત્યા બાદ વંદન ૪૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો કરવાની પણ રજા લે, ૨જા મળે એટલે ગુરુને વંદન કરીને પાછું પૂછે “હું સૂત્રો ગોખું..?” સૂત્રપોરિસી બાદ “પાત્રા પ્રતિલેખન કરું.?” પૂછી પ્રતિલેખન કરે. પછી અર્થનો પાઠ લેવાનો હોય, કે દેરાસર જવાનું હોય કે પાણી લેવા જવાનું હોય તો એની પૃચ્છા કરે. બપોરે પણ ગુરુને પૂછીને ગોચરી જાય. ગોચરી આવી ગયા બાદ “ગુરુજી! વાપરું” એમ રજા લઈને વાપરે. ગોચરી બાદ ઠલ્લે જવું હોય, તો એની પણ રજા લઈને જાય. એ પછી પાછો આવીને પ્રતિલેખન કે સ્વાધ્યાય જે કરવાનું હોય, તેની રજા માંગે. સાંજે ઠલ્લે-માત્રાની વસ્તી જોવા જાય ત્યારે એની પણ રજા માંગી લે. પ્રતિક્રમણ-સ્વાધ્યાયાદિ અને છેલ્લે સંથારો પણ ગુરુને પૂછીને કરે. આ તો રોજીંદી ક્રિયાની વાત કરી. બાકી માંદગીમાં દવા લેવી હોય, વિશિષ્ટ તપ ક૨વો હોય, કોઈપણ પુસ્તકાદિ વાંચવા હોય, કોઈકની સાથે વાતો કરવી હોય... આમાં ગુરુ સામે ક્યાંય દલીલ નહિ, જીદ નહિ. હા! માત્ર પરિસ્થિતિ જણાવે, પછી તો ગુરુ જે નિર્ણય આપે એ સહર્ષ સ્વીકારી જ લે. “મારે મારી ઈચ્છા પ્રમાણે કશું જ કરવુંનથી. મારે માત્ર ને માત્ર ગુરુના કહ્યા પ્રમાણે જ કરવું છે. એમાં જ મારું કલ્યાણ છે” આ એના રૂંવાડે રૂંવાડે બેઠેલું હોય. અને એટલે જ ગુરુ કોઈપણ વાતની ના પાડે, તો ગમે એટલું મનગમતું કામ પણ બંધ કરતા એને વાર ન લાગે. જ્યાં ગુરુ કહે ‘ના’, ત્યાં એ પણ કહે ‘ના.' જ્યાં ગુરુ કહે ‘હા’, ત્યાં એ પણ કહે ‘હા.’ ગુરુનું મન જે દિશામાં, શિષ્યનું મન પણ એ જ દિશામાં... ગુરુ પ્રસન્ન, તો શિષ્ય પ્રસન્ન ! ગુરુને શાતા આપવા માટે ગમે એટલો ભોગ આપવા તૈયાર ! ગુરુની અશાતા દૂર કરવા માટે આકાશ-પાતાળ એક કરવા તૈયાર ! ગુરુના આંખે આંસુ જોયા નથી અને શિષ્ય રહ્યો નથી... ગુરુના મોઢે હાસ્ય દીઠું નથી અને શિષ્ય હસ્યો નથી... ગુરુ કાંઈક કામ માટે બહાર જાય તો એ પાછા આવે એ માટે કાગના ડોળે રાહ જૂએ, જરાક મોડું થાય તો શિષ્ય ચિંતિત બની જાય... ગુરુને અનેક પ્રકારના રોગો હોઈ શકે, તો એ દરેક માટે જૂદી જૂદી અનેક પ્રકા૨ની દવાઓની અને અનુપાનોની કાળજી જબરદસ્ત ક૨ે... કોઈક પ્રસંગ એવો ઊભો થાય કે જેમાં પોતે મરવા દ્વારા ગુરુને બચાવી શકે એમ હોય, તો એમ કરતા પણ એને લગીરે વાર ન લાગે. કેટલું લખવું ? ********* ૪૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ ગુરુ એટલે શિષ્ય માટે ત્રિલોકગુરુ દેવાધિદેવ તીર્થકર ભગવાન પોતે જ ! ના ! આમાં ગુરુ પ્રત્યેનો ગાંડો સ્નેહરાગ કે કામાનંદ ભાગ ભજવતો નથી. પણ ગુરુ રત્નત્રયીની ભેટ આપીને જે અનંત ઉપકાર કરે છે, એની સાચી સમજણ અને એના દ્વારા પ્રગટેલો શુદ્ધ બહુમાનભાવ જ એ શિષ્યને આવું અપૂર્વ-અદ્વિતીય-અનુપમ-અજોડઅકધ્ય ગુરપારતન્ય આદરવા માટે પ્રેરે. કોઈ એમ ન માનશો કે “આ બધી મારા મનની કલ્પનાઓમાંથી ઊભું થયેલુ ગુરુપરત છે” ના. ઉત્તરાધ્યયન સૂત્રોનું વિનયાધ્યયન, ઉપદે શમાલા, શ્રીઆચારાંગસૂત્રવૃત્તિ, પંચાશક પ્રકરણ... વગેરે વગેરે અનેક ગ્રન્થોમાં આના કરતાય ઊંચી કોટિના ગુરુસમર્પણભાવના પદાર્થો નિહાળવા મળશે. આવું ગુરુપારતન્ય પ્રત્યેક શિષ્યો પોતાના પરમોપકારી ગુરુ પ્રત્યે કેળવે એ માટે જ ગણધર મહારાજાઓએ કરેમિ ભંતે! સૂત્રમાં અંતે સંબોધન અને દિવસમાં ૧૮ વાર એ સંબોધન ઉચ્ચારવાની વ્યવસ્થા ગોઠવી છે. ટૂંકમાં ગુરુપારતત્યમાં માત્ર બે જ વસ્તુ આચરવાની છે. (૧) ગુરુની પાસે, આંખ સામે રહેવું. આપણી ઈચ્છાથી ગુરુથી પળભર પણ વેગળા ન થવું. (૨) ગુરુ પાસે રહીને તમામે તમામ કાર્યો ગુરુને પૂછીને એમની ઈચ્છા પ્રમાણે જ આદરવા. જો (૧) ગીતાર્થ-સંવેગ્ન ગુરુનો મેળાપ અને (૨) એવા ગુરુનું પાતત્ય આ બે ભેગા થશે, તો સમજી રાખો કે આ ચારિત્રધર્મ ટોચના શિખરો સર કરી લેશે. મોહરાજ સામેના યુદ્ધમાં જવલંત વિજય મળશે જ મળશે. આ પ્રશ્ન : તમારી બધી વાત સાચી. પણ ગુરુપારતત્ય ઉપર આટલો બધો ભાર શા માટે ? આપણે ગુરુથી જુદા વિચરીએ અને આપણી રીતે ચારિત્ર સારામાં સારું પાળીએ તો વાંધો શું ? શું એનાથી જ મોક્ષ ન મળે ? મોક્ષને ગુરુએ શું પોતાની તિજોરીમાં પૂરી દીધો છે? કે જેથી એ ખુશ થાય તો એ જ મોક્ષ આપી શકે, બાકી મોક્ષ ન મળી શકે ? ઉત્તર : ગુરુપારતન્ય હોય તો શું લાભો ? અને એ ન હોય તો શું નુકસાનો? એ હવે જોઈએ. એમાં જ તમારા પ્રશ્નોનો ઉત્તર આવી જાય છે. (ક) ગુરુ શાસ્ત્રોના જ્ઞાતા છે, એટલે કર્મગ્રન્થ કે સંસ્કૃત કે ન્યાય કે યોગગ્રન્થો કે આગમગ્રન્થો... બધું જ ભણાવી શકે, એના રહસ્યાર્થ પણ આપી શકે. ગુરુ વારંવાર Page #45 -------------------------------------------------------------------------- ________________ જ-જ-જ જ જ જનક મહાવ્રતો જ ૯-૯ ૪૯ ૪૯ ૪૯-૦૯-૯૯ ભણવાની પ્રેરણા કરે, કોઈ પ્રમાદ કરે તો ઠપકો આપે,... એટલે ગુરુ પાસે રહેનારને જ્ઞાનની વૃદ્ધિ થવાની જ. પણ જે સાધુઓ ગુરુથી અલગ વિચરે, તેઓ પોતે ભણેલા ન હોય એટલે જાતે કશું વાંચી ન શકે. પ્રત ખોલે, પ્રયત્ન કરે પણ કશી સમજણ ન પડે. મહેનત કરવા છતાં ઠેકાણું ન પડે. અંતે થાકે અને પ્રતો ખોલવાની જ બંધ કરી દે. સીધી વાત છે કે જે વસ્તુ સમજાય જ નહિ, તો એમાં રસ ન જ પડે. ઉર્દુ એ શિષ્યોના મનમાં કાયમ માટે એવી છાપ પડી જાય કે “આ બધા ગ્રંન્ધો તો ઘણા અઘરા છે, આમાં આપણું કામ નહિ...” અને કાયમ માટે શાસ્ત્રાભ્યાસ ન કરવાનો જાણે કે માનસિક સંકલ્પ થઈ જાય. આ સાધુઓની પાસે બુદ્ધિ ન હતી, એવું નથી. જો ગુરુ પાસે હોત તો ગુરુની સહાયથી બધા પદાર્થો એમને સમજાઈ જાત, ભણવાનો ઉત્સાહ વધત અને ધીરે ધીરે ગુરુ જેવા જ જ્ઞાની બની જાત. પણ ગુરુથી વિખૂટા પડ્યા એટલે જ્ઞાનાભ્યાસ બંધ પડ્યો. (ખ) ગુરુ પાસે તો ઢગલાબંધ વર્ષોનો અનુભવ હોય, શ્રુતજ્ઞાન કરતા પણ અપેક્ષાએ આ અનુભવ જ્ઞાન ઘણું જ ફાયદાકારક બને. જો શિષ્યો ગુરુ પાસે રહે, તો ગુરુ તો અવારનવાર પોતાના અવનવા અનુભવો જણાવતા જ રહેવાના... એનાથી શિષ્યોને પણ પુષ્કળ લાભ થવાનો. આ બધો અનુભવ એમને પોતાના જીવનના ઘડતરમાં કામ આવવાનો. કેવા કેવા પ્રસંગોમાં કેવા કેવા નિર્ણયો લેવા જોઈએ,...એ બધું એમને સમજાવા લાગે. પણ શિષ્યો ગુરુની સાથે જ ન રહે તો આ અનુભવજ્ઞાન ક્યાંથી મેળવે ? તેઓ સ્વયં તદન બિન-અનુભવી! એટલે અવનવા પ્રસંગોમાં આડેધડ નિર્ણયો લે, એમાં ઘણા નુકસાનો પણ એમણે જ વેઠવા પડે. (ગ) માની લો કે શિષ્યો સંસ્કૃત-ન્યાયાદિ ભણી ગયા હોવાથી જાતે વાંચતા પણ થઈ જાય, માની લો કે શરુઆતના વર્ષો ગુરુ પાસે રહેવાથી અનુભવજ્ઞાન પણ મળી ગયું હોય... પણ ગુરુ પાસે એક વિશિષ્ટ શક્તિ છે, ચિંતાજ્ઞાનની! શાસ્ત્ર પંક્તિઓ ઉપર ઉંડુ ચિંતન કરીને આશ્ચર્યજનક અભુત પદાર્થો કાઢવાની! એ બધું લખેલું નથી હોતું, પણ લખેલા ઉપરથી જ કાઢવાનું હોય છે. હવે જે શિષ્યો ગુરુ સાથે રહે, એમની પાસે ભણે તેઓને ગુરુના બેનમૂન ચિતનોનો આસ્વાદ ચાખવા મળે. જે શિષ્યો ગુરુથી જૂદા રહે, તેઓ કદાચ જાતે વાંચે પણ ખરા, બધું બેસાડી પણ દે. પણ એ તો માત્ર શ્રુતજ્ઞાન! શિષ્ય પાસે વિશાળ બોધ ન હોવાથી એની તો ચિંતન કરવાની શક્તિ જ નથી. એટલે શ્રુતજ્ઞાની ચોક્કસ બને, પણ ચિંતાજ્ઞાન - ભાવનાજ્ઞાન ન પામે. આ બે જ્ઞાન વિનાનું શ્રુતજ્ઞાન કેટલું ફાયદાકારક ? ------------------------- ૪૪ ------------------ Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન છે માત્ર પાણી! ચિંતાજ્ઞાન છે દૂધ! ભાવનાજ્ઞાન છે અમૃત! ગુરુથી જુદા રહેનારાઓ અમૃત અને દૂધ ગુમાવે છે, માત્ર પાણી પામે છે. એ પણ થોડી ઘણી અભ્યાસ કરવાની શક્તિ હોય તો! નહિ તો એ પણ ગુમાવે. - (ઘ) જો શિષ્યો ગુરુ પાસે રહે તો સવાર-સાંજ ગુરુના વસ્ત્રોનું પ્રતિલેખન કરે, ગુરુના વસ્ત્રોનો કાપ કાઢે, માંદગી વગેરેમાં ગુરુની સેવા કરે, ગુરુના માત્રાદિ પંરઠવવાનો લાભ મળે, ગુરુનો સંથારો પાથરવાદિ કાર્યો કરે, ગુરુ પત્રાદિ લખવા આપે કે બીજા પણ ઘણા કામો સોંપે તો એ બધું પણ કરે... આમ અનેક પ્રકારે ગુરુની વૈયાવચ્ચ કરવાનો અપૂર્વલાભ મળે. વૈયાવચ્ચ અપ્રતિપાતી ગુણ છે. વિદ્વત્તાદિની શક્તિને પચાવી આપે એ માટેની પાચકગોળી છે, વાસનાઓનો તો ખાત્મો બોલાવી દેનાર અણમોલ ઔષધ છે. વળી ગુરુની સાથે ઘણા સાધુઓ હોય એટલે કોઈક બાળ, કોઈક વૃદ્ધ, કોઈક ગ્લાન.. અનેક પ્રકારના સાધુઓ હોવાના. એ બધાની વૈયાવચ્ચનો પણ લાભ મળે. હવે જે શિષ્યો ગુરુથી વેગળા વિચરે તેઓને તો ગુરુની કે ગચ્છના આ બધા સાધુઓની વૈયાવચ્ચ કરવા ન જ મળે. પરિણામે મોહનીયનો ક્ષયોપશમ દુઃશક્ય બને, પરિણામે જીવનમાં ઘણા બધા દોષો પ્રવેશે અને છેલ્લે સાધુજીવન હારી બેસે. (ચ) ગુરુની સાથે રહે તો ગુરુના ઠપકા પણ સાંભળવા પડે. ગુરુની વારંવાર ટકોર પણ સાંભળવી પડે, ગચ્છમાં પણ કંઈ પોતાનું ધાર્યું તો કરી જ ન શકાય, એટલે ઘણી બધી બાબતોમાં સહન કરવાનું, ગળી જવાનું આવે... આ બધામાં ક્ષમાગુણનો વિકાસ થાય: જે છૂટા રહે છે, એમને નથી ગુરુના ઠપકા કે ટકોરો. કે નથી તો ગચ્છની રોકટોક! એટલે તેઓ જેમ ફાવે તેમ વર્તી શકે. ક્ષમાગુણનો ખરો વિકાસ તો ત્યાં જ છે કે જ્યાં ક્રોધ લાવી દેનારા નિમિત્તો વચ્ચે પણ ક્રોધ ન આવવા દેવો... આ સાધના ગુરુ પાસે રહેવામાં જ પ્રાપ્ત થાય છે. માત્ર ક્ષમા જ નહિ, નમ્રતા-સરળતા વગેરે ગુણો પણ ગુરુ પાસે રહેવાથી સુલભ બને છે. ત્યાં ગુરુની સામે અને વડીલાદિની સામે નમ્ર બનવું પડે, તથા ગુરુ શુદ્ધ આલોચના કરાવે, એ માટેની સુંદર પ્રેરણાઓ કરે.. એટલે શિષ્યને પણ આલોચનાદિ કરવાનું મન થાય, એ પણ નિર્દભપણે પોતાના અપરાધો ગુરુને જણાવે...આ રીતે સરળતા ગુણ પણ વિકસે. (છ) સૌથી અગત્યનો લાભ છે ! ગુરુની સાથે રહે તો આડા-અવળા પરિચય કરી Page #47 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * મહાલતો જ રાજા - ન શકે. કેમ કે શિષ્ય એકલા બેનો સાથે વાત કરે તો પણ ગુરુ ઠપકો આપે, શિષ્ય બહાર એકલો જાય તો પણ ગુરુ ધ્યાન રાખે, એ મોડો આવે તો પૃચ્છા કરે, રે ! ગુરુ સાથે ઘણા સાધુઓ હોવાથી એ બધાની વચ્ચે સહજ રીતે જ કંઈપણ આડું-અવળું થઈ ન શકે. કેમ કે એકાંત ન મળે. જ્યાં જાય ત્યાં સાધુઓ હોય... એટલે એની મેળે પાપ અટકી જાય. શિષ્યને પણ એમ થાય કે “જો હું સ્ત્રીઓ સાથે વાતો કરીશ કે ખરાબ સાહિત્ય વાંચીશ કે એવું બીજું કંઈપણ કરીશ, તો આ બધાને ખબર પડી જ જવાની. કેમ કે અહીં ખાનગીમાં કંઈપણ કરી શકાય એવી શક્યતા નથી. અને તો પછી મારા માટે બધા શું શું નહિ બોલે ! એટલે મારે વ્યવસ્થિત જીવન જીવવું પડશે...” આમ ઈજ્જત ખાતર પણ એ શિષ્ય બ્રહ્મચર્યની વાડોનું નિર્મળ પાલન કરે. પણ હવે જેઓ ગુરુથી છૂટા વિચરે, તેઓ તો ઓછી સંખ્યામાં હોય. ઉપાશ્રયો મોટા હોય. બધા સરખે સરખા હોવાથી કોઈ કોઈને કહી શકે તેમ ન હોય. ત્યાં એકાંત પણ મળે, સ્વતંત્રતા પણ મળે, ખાનગીમાં બધું કરવાની અનુકૂળતા પણ મળે, ન ઈજ્જતનો ભય સતાવે કે ન ગુર્નાદિના ઠપકાનો ભય સતાવે... જેમ મનમાં આવે, તેમ કરી શકાય. પછી તો એક-બે કલાક કોઈક સ્ત્રી સાથે કે સાધ્વીજી સાથે બેસીને વાતો કરવી હોય તો પણ રોકનાર કોણ છે? સાથેના બે-ચાર સાધુઓ નાના હોવાથી કે અણસમજુ હોવાથી કે છેવટે ગુરુ ન હોવાથી કશું ન બોલે, ન બોલી શકે... પછી તો ખરાબ સાહિત્યો વાંચવા હોય, ખરાબ ચિત્રો જોવા હોય તો પણ રોનાર કોણ છે ? હજી આગળ... અબ્રહ્મના પાપ સુધી પણ આ બ્રેક વિનાની ગાડી ઘસડાઈ જાય તો એમાં નવાઈ નહિ. આ ચેપીરોગ ધીમી ધીમે વકરતો જાય, આ વ્યસન એવું ગાઢ બને કે હવે તેનું નિવારણ ગુરુ પણ ન કરી શકે.આવા પાપોને છાવરવા માટે પછી કૂડ-કપટ બધું જ ખેલી નાંખે. ક્યાંક પકડાઈ જાય તો મગરના આંસુ સારીને માફી માંગીને ઝટ છૂટી જવાની માયાજાળ બિછાવતા પણ આવડે, કે પછી બીજી-ત્રીજી ધમકીઓ આપીને ગુર્નાદિને પણ ચૂપ કરી દેતા આવડે... વળી આ રીતે આ રોગ ફેલાતો ફેલાતો અનેકોમાં વ્યાપે... અનેકોના જીવન બરબાદ થાય. એ બધા પાછા બીજા અનેકોના જીવનોને ઘમરોળે... આમાં શાસનહીલના પણ ભયંકર થાય, સર્વવિરતિના તો ચૂરે ચૂરા થાય... " એમ કહેવાનું મન થાય કે “આવા ઘોર પાપના વિપાક રૂપે અનંતસંસાર સિવાય પ્રાય : બીજું કંઈ જ ન હોઈ શકે.” ગુરુથી અળગા વિચરનારાઓનું બ્રહ્મચર્ય જોખમમાં છે, એ નકરું સત્ય છે. ખુદ ઉપદેશમાલાકાર કહે છે કે 13મળો વિ અન્ન ને તરફ વદુગાર્નન્સે 13 અબ્રહ્માદિના પાપો કરવાની ઈચ્છા થાય તો પણ ગુરુ-ગચ્છની હાજરીમાં ઘણા બધાની --------------------- ૪૬ -- ------------------- Page #48 -------------------------------------------------------------------------- ________________ ! *** વચ્ચે એ પાપ ન કરી શકે. તેઓશ્રી જ ફરમાવે છે કે “વિસેળ નહુસા સુહા ઞસુહા ય નીવરિળામા । જો અમુર્તિનો વપ્ન આતંવળ લલ્લું । જીવને એક જ દિવસમાં સારા અને ખરાબ ઘણા પ્રકારના ભાવો જાગે. હવે જો તે ગુરુથી જુદો વિચરતો હોય તો શક્ય છે કે જ્યારે એને ખરાબ વિચારો આવે ત્યારે જો એને એવું ખરાબ નિમિત્ત મળી જાય તો પાપ કરી પણ બેસે. સાધુપણું પણ છોડી દે. આ જીવને દિવસ દરમ્યાન સારા પરિણામો પણ આવે છે. એનો મતલબ જ એ કે આ જીવ કંઈ અભવી કે દુર્ભવી જેવો અપાત્ર નથી. કર્મોદયથી ખરાબ વિચારો જાગે છે. પણ એ વખતે જો એ ગુરુગચ્છની સાથે હોય તો કોઈ પાપ કરી ન શકે, અને એટલે જ બચી જાય. માનસિકપાપોનું પ્રાયશ્ચિત્ત કરીને નિર્મળ બની જાય, શુભભાવો જાગે તો છે જ. એટલે સંયમપરિણામોની રક્ષા આ રીતે થઈ જાય. પણ ગુરુ-ગચ્છ સાથે ન હોય, તો પાપ કરી બેસે, પછી ઘોર પશ્ચાત્તાપ પણ થાય, કદાચ આત્મહત્યા પણ કરી બેસે, કદાચ કોઈને કહ્યા વિના ઘરે પણ જતો રહે. રે ! આ તો એવું પણ બને કે નિર્મળ બ્રહ્મચર્ય પાળનારો પણ જો ગુરુથી જૂદો વિચરતો હોય તો ક્યાંક આડા-અવળા નિમિત્તો પામી પતન પામી જાય અને વાસનાગ્રસ્ત સાધુ પણ જો ગુરુની સાથે રહે‘તો તમામ પાપોથી બચી જાય. સંસારના મુગ્ધ બેનોમાં સમજણ ઓછી હોય, ગમે તેવા વસ્ત્રો પહેરીને ગમે તે સમયે ઉપાશ્રયોમાં આવે. પચ્ચકખાણ લેવા કે સાંસારિક ફરિયાદો ૨જૂ ક૨વા કે મોટા તપમાં ઊભી થયેલી અશાતાના નિવારણ માટે દવાદિ લેવા કે એવા પણ કોઈક બીજા કારણોસર આવી ચડે. ખરેખર એ બેનોના મનમાં કોઈ પાપ ન પણ હોય, સાધુ પ્રત્યેની શ્રદ્ધાથી, પૂર્ણ વિશ્વાસથી અને મોહનીય કર્મોની ભયાનકતાની અજ્ઞાનતાના કારણે એ બેનો આ રીતે એકલા પણ ઉપાશ્રયમાં આવી ચડે... બીજી બાજુ સાધુ પણ સારો હોય, સંયમજીવન નિર્મળ જીવવાની ખેવનાવાળો હોય... આમ બંને પક્ષે નિર્દોષતા હોય, પણ નિમિત્ત પોતે જ એક મહાન દોષ છે. મોહનીયકર્મ પોતે જ એક મહાન દોષ છે. આ વસ્તુ એ બંને નિર્દોષોને ગમે ત્યારે દોષિત બનાવી દે. એ પછી ? દોષિત બનેલા તેઓ જો નિષ્ઠુરતાનો ભોગ બને તો વધુ ને વધુ દોષિત બનતા જ જાય. પૂર્વે કહ્યું તેમ છળ-કપટ-જૂઠ વગેરેનો આશરો લેતા જાય... જો નિષ્ઠુર ન બને તો છેવટે કાં સંયમત્યાગ કે કોઈક વળી જીવનત્યાગ પણ કરી બેસે. આમાંથી ગમે તે બને, બધું જ મહાહાનિકારક છે. ૪૭ *** Page #49 -------------------------------------------------------------------------- ________________ જજલ જજ જજ જજ મહાવતો જ એક જ એટલે એકદમ સ્પષ્ટ વાત છે કે જેણે બ્રહ્મચર્ય સુરક્ષિત રાખવું હોય, એણે ગુરુનો અને ગુરુગચ્છનો પડછાયો પણ છોડવો નહિ. બીજું બધુ સહન કરીને પણ સાથે રહેવું. (જ) મોટાભાગના જીવો નિમિત્તવાસી હોય છે. સારા નિમિત્તો મળે તો તેઓ સારા બની જાય. ખરાબ નિમિત્તો મળે તો તેઓ ખરાબ બની જાય. હવે જો ગુરુ+ગચ્છની સાથે રહે તો એમાં તો ઘણા બધા ઘોર તપસ્વીઓ હોય, ગુરુ એમની પ્રશંસા કરતા હોય... આ બધું જોઈને એ જીવોને પણ તપ કરવાનું મન થાય અને તપ કરે. એમ ખૂબ ભણનારા સાધુઓને જોઈ તેઓ પણ ભણવા માંડે. ખૂબ વૈયાવચ્ચ કરનારાઓને જોઈ તેઓ પણ વૈયાવચ્ચી બને. ગુરુના કઠોર ઠપકાઓ સાંભળીને પણ આનંદ પામનારા વિનયી સાધુઓને જોઈ તેઓ પણ વિનય પામે. સૂક્ષ્મસંયમનું પાલન થતું જોઈ તેઓ પણ સૂક્ષ્મસંયમના પાલક બને. પાપો બદલ ધ્રુસકે ધ્રુસકે રડનારાઓને જોઈને તેઓ પણ પાપભીરુ બનવા લાગે... મહોપાધ્યાયજીએ આ વાત સુંદર શબ્દોમાં દર્શાવી છે કે “શુભવિરતિ ઈહાં સવિહિતક્રિયા દેખા દેખે વાધે” (૩૫૦ ગાથાનું સ્તવન). એક બીજાના આચારો જોઈ જોઈને બધાના વિરતિપરિણામો અને શાસ્ત્રીય ક્રિયાઓ વૃદ્ધિ પામે. આમ ગુરુ પાસે કોઈપણ જાતની મહેનત વિના જ શિષ્ય સંયમના ઢગલાબંધ યોગોને આત્મસાત્ કરનારો બનવા માંડે. જેમ પાલિતાણામાં ચૈત્રીપુનમાદિ દિવસે ઉપર ચડવાની મહેનત કરવી પડતી નથી, પણ હજારો માણસોનો જોરદાર ધસારો જ આપણને ઉપર ચડાવી દે. એવું અહીં બને. સાધુએ શુભવિચારો લાવવા અને શુભ આચારો પાળવાની મહેનત કરવી ન પડે. એ બધું ગુરુના અને ગચ્છના પ્રભાવથી એની મેળે જ ઉત્પન્ન થવા લાગે. - હવે આ જબરદસ્ત સિદ્ધિ છૂટા વિચરનારાઓ પાસે શી રીતે હોઈ શકે ? તેઓને તો કોઈ તપસ્વી, જ્ઞાની, વૈયાવચ્ચી, અપ્રમત્ત, પ્રભુભક્ત, પાપભીરુઓ મળવાના નથી, કે જેમને જોઈને, નજીકથી નિહાળીને તેઓ પણ આગળ વધે. કદાચ એકાદ બે ગુણો ખીલી જાય, પણ અનેકાનેક ગુણોનો વિકાસ તો શે શક્ય બને ? () સાધુ માંદો પડે તો ગુરુ પાસે તો ઘણા સાધુઓ હોવાથી બધા વૈયાવચ્ચ કરવા દોડી આવે. બધું સચવાઈ જાય. માંદગીમાં પણ નિર્દોષ ગોચરી વાપરી શકાય. આર્તધ્યાનાદિ ન થાય. કોઈ વિશેષ દોષો સેવવા ન પડે. પણ જેઓ જુદા હોય તેઓમાં એકાદ માંદો પડે એટલે બાકીના એક-બે-ત્રણ સાધુઓ મુંઝાય. એક તો ગ્લાનની સેવા કેવી રીતે કરવી ? એની ખબર ન હોય, વળી સંખ્યા ઓછી હોવાથી બધી વાતમાં પહોંચી ન વળે, વળી વૈયાવચ્ચની જોરદાર પ્રેરણા 9 - - - - - - - - - - - - - - ૪૮ - ૦૯-૦૯ - - - - - - - ૨૯૨૯૯૦૯૯ Page #50 -------------------------------------------------------------------------- ________________ કરનાર કોઈ ન હોવાથી વૈયાવચ્ચ કરવાનો ઉલ્લાસ પણ એમને બહુ ન થાય. આ બધાના કારણે ગ્લાનસાધુએ ઘણી પીડા ભોગવવી પડે, આર્તધ્યાન થાય “સાથેનાં સાધુઓ મારી કાળજી કરતા નથી. સ્વાર્થી છે..” વગેરે વિચારો આવે. તો આ રીતે સાધુઓ પ્રત્યે અસદૂભાવ થવાથી સમ્યક્ત્વ પણ મલિન બને. મરીચિની જેમ શિષ્યો કરવાની વૃત્તિ પણ જાગે, એ માટે ભવિષ્યમાં ઉસૂત્રો બોલવાના પાપ પણ ઊભા થાય... આ બધું શક્ય તો છે જ ને ? (૨) ભૂદા વિચરનારાઓનું સમ્યકત્વ પણ જોખમમાં ! દિગંબરમતવાળા, વિપશ્યનાવાળા, રાજચન્દ્રવાળા કે કહાનજી સ્વામીવાળાઓ આવીને નિશ્ચયનયની ઊંચી ઊંચી વાતો કરે. ક્રિયાકાંડની તુચ્છતા દર્શાવે અણપઢ સાધુઓને એ બધું સોહામણું લાગે અને તેઓના કહેવા પ્રમાણે ધ્યાન ધરવા બેસે, એમાં મજા આવે તો ધીરે ધીરે ક્રિયાઓ છોડી દે... જૈનદર્શનના પદાર્થો ઉપરની શ્રદ્ધા ડગી જાય... એમ આજે વૈજ્ઞાનિક માન્યતાઓનું આક્રમણ પણ ઓછું નથી. જૈનદર્શનને જે વસ્તુઓ બિલકુલ માન્ય નથી, તે વસ્તુઓ પણ જાત-જાતના તર્કો દ્વારા આજના વિજ્ઞાને સાચી સાબિત કરી દીધી છે. હવે આ બધું સાંભળીને તો સાધુને એમ થાય કે “આપણું જૈનદર્શન ખોટુ! અથવા તો આપણા શાસ્ત્રકારો છદ્મસ્થ હતા, એટલે ખોટું લખી બેઠા.” આમ જિનાગમો પ્રત્યેની અને પ્રાચીન મહાપુરુષો પ્રત્યેની શ્રદ્ધા ખલાસ થાય. - હવે જો સમ્યકત્વ જ ખતમ થાય, તો પછી બાકીની ચારિત્રક્રિયાઓનો લાભ શું ? પણ જો ગુરુ સાથે હોય તો એમના શાસ્ત્રબોધના આધારે બધી ભ્રમણાઓનો ખુડદો બોલાવી દે. દિગંબરાદિ દરેક મતનું સમાધાન આપી દઈ શિષ્યની આગમશ્રદ્ધાને વધુ ને વધુ મજબૂત બનાવી દે. વૈજ્ઞાનિકો આવે કે ગમે તે આવે, શિષ્યની શ્રદ્ધારૂપી દિવાલ ગુરુના જોરે અભેદ્ય બની રહે. (ઠ) શિષ્યો ગુરુ સાથે રહે, જુદા ન રહે તો એનો મોટામાં મોટો લાભ જિનશાસનને અને જૈનસંઘને છે. તે આ પ્રમાણે – સામાન્યથી એક વૃદના બધા સાધુઓનો આચાર અને પ્રરૂપણાઓ લગભગ સમાન હોય. એક ગુરુ બધાને જે જે આચારો પાળવાનું કહે અને બધાને જે જે પ્રરૂપણાઓ કરવાનું કહે એ બધામાં એક સરખી જ થાય ને ? વૃંદ બદલાય તો આચાર અને પ્રરૂપણા બંને બદલાય. હવે ધારો કે ૬૦ સાધુઓ સાથે રહે, તો ૬૦ નો આચાર એક સરખો અને એમની પ્રરૂપણા પણ એક સરખી ! એટલે એમની પાસે આવનારા શ્રાવકો-શ્રાવિકાઓ વગેરેને એક સરખો આચાર અને એક સરખી પ્રરૂપણા પ્રાપ્ત થવાથી એમાં દઢ શ્રદ્ધા બેસે. એટલે જ એ બધું જલદી સ્વીકારી શકે. Page #51 -------------------------------------------------------------------------- ________________ -------------------- મહાવતો ------------------- આમ ચતુર્વિધ સંઘના જ્ઞાન-દર્શન-ચારિત્ર વૃદ્ધિ પામે. પણ હવે એ ૬૦ સાધુઓ ૬/૬ની ટુકડી બનીને ૧૦ ગ્રુપમાં વહેંચાઈ જાય. અને એ રીતે જુદા જુદા વિચરે. તો હવે બધાના ક્ષયોપશમ જુદા પડવાના. ૧૦ ગ્રુપના ૧૦ વડીલોને સત્તા મળવાની. હવે એક જ ગુરુના આધારે બધા આચારો અને પ્રરૂપણા ન રહ્યા. પણ ૧૦ વડીલો પોત-પોતાના ગ્રુપને જે પ્રમાણે કહેશે તે પ્રમાણે થવાનું. એટલે જ હવે એ ૧૦ ગ્રુપોના વડીલોની બુદ્ધિ જુદી જુદી પડે એટલે ૧૦ ગ્રુપોના આચારો પણ જુદા પડે... એ બધાની પ્રરૂપણાઓ પણ જુદી જુદી પડે. હવે ધારો કે એક જ સંઘમાં વારાફરતી આ દસ ગ્રુપો મહીનો મહીનો રોકાય. તો આખો સંઘ એમના જુદા જુદા આચારો જોઈ મુંઝાય કે “આમાં સાચું શું અને ખોટું શું?” પ્રરૂપણાઓ પણ અલગ અલગ સાંભળી મુંઝાય કે “અમારે કોની વાત માનવી ?” “કોઈક વાડાદિને બદલે સંડાસ જ રાખવાની – વાપરવાની વાત કરે અને એમાં શાસનહીલનાનું નિવારણ દર્શાવે, તો કોઈક વળી સંડાસ કે વાડા બધાનો નિષેધ કરીને બહાર જ જવાનો આગ્રહ રાખે... કોઈક કહે કે ગુરુપુજનના પૈસા દેવદ્રવ્યમાં લઈ જાઓ તો કોઈક કહે કે એ બધું વૈયાવચ્ચખાતામાં જાય... કોઈક કહે કે “સંઘ-ઉપધાનનવ્વાણુમાં અપરંપાર લાભ છે.” તો કોઈક કહે “વર્તમાનકાળમાં આ બધું યોગ્ય નથી.”... તિથિ, સંતિકર, ગુરુપૂજન, સૂતક... સેંકડો બાબતો એવી છે કે જેમાં આચાર ભેદ અને પ્રરૂપણાભેદને કારણે ચતુર્વિધ સંઘ ભારે મુંઝવણ અનુભવે છે અને છેવટે કંટાળી ધર્મનો જ ત્યાગ કરી બેસે છે. મહોપાધ્યાયજીએ સ્પષ્ટ કીધું છે કે “જુદા જુદા થાતા હોવે, સ્થવિરકલ્પનો ભેદ. ડોલાએ મન લોકના, હવે ધર્મ ઉચ્છેદ” અને સીધી વાત છે કે ગુરુથી જૂદા પડેલાઓ પાસે હવે નિર્ણયો લેવાની સત્તા આવી, એટલે તે તો પોતાના મનમાં જે સમજાય એ પ્રમાણે નવા નવા આચારો ઉભા કરે, નવી નવી પ્રરૂપણાઓ કરે... “એ સાચી કે ખોટી ?' એ સમજવાની એની શક્તિ નથી, કે ગુરુ હાજર ન હોવાથી કોઈને પુછવાની એને જરુર લાગતી નથી. એટલે જ ઠેર ઠેર આચારભેદો અને પ્રરૂપણા ભેદો ઊભા થાય છે અને એના નુકસાન શ્રી સંઘના લાખો જીવો ભોગવી રહ્યા છે. આ બધું જ અટકાવવાનો એક માત્ર ઉપાય છે કે શિષ્યોએ ગુરુ સાથે રહેવું. ગુરુ પારતન્યના કેટલા લાભો છે? અને એને ત્યાગવામાં કેટલા નુકસાનો છે? એ ઉપરના મુદાઓ ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાશે. - - - - - - - - - - - ૫૦ ૦૯૯- ૦૯-૦૯ - ૦૯ - - - Page #52 -------------------------------------------------------------------------- ________________ મહોપાધ્યાયજીએ ૩૫૦ ગાથાના સ્તવનમાં ગુરુપારતન્યના લાભો વર્ણવતી એક ઢાળ બનાવી છે. એમાં શાસ્ત્રપાઠો અને ગુરુપારતન્ય ન પાળવાના નુકસાનો પણ દર્શાવેલા છે. એ ઉપયોગી હોવાથી અહીં એ ઢાળના ઉપયોગી અંશો જોઈ લઈએ. વિષમકાળને જોરે કોઈ ઉડ્યા જડ મલધારી રે. ગુરગચ્છ છાંડી મારગ લોપી કહે અમે ઉગ્રવિહારી રે, વિષમકાળના પ્રતાપે કેટલાક જડ અને શરીર-વસ્ત્રાદિનો મેલ ધારણ કરનારાઓ ઉભા થયા છે. તેઓ પોતાના ગુરુને અને ગચ્છને છોડીને, મોક્ષમાર્ગને લોપીને સ્વતંત્ર વિચરે છે. તેઓ કહે છે કે “અમે ઊંચુ સંયમ પાળવા માટે આ બધું કરીએ છીએ.” ગીતારથ વિણ ભૂલા ભમતા, કરે કષ્ટ અભિમાને રે. પ્રાયે ગ્રન્થિ લગે નવિ આવ્યા, તે ઍપ્યા અજ્ઞાને રે, ગીતાર્થગુરુ વિના ચારે બાજુ ભમતા તેઓ ઘોર તપ, ઘોર સંયમ પાળે છે અને એ બધુ જ અભિમાનથી કરે છે. અજ્ઞાનમાં ખૂંપેલા આ જીવો પ્રાયઃ મિથ્યાત્વી જાણવા. કોઈ કહે ગુર ગચ્છગીતારથપ્રતિબંધ શું કીજે રે, દરિસન, જ્ઞાન, ચરિત આદરીએ આપે આપ તરીજે રે. કેટલાકો કહે છે કે ગીતાર્થગુરુ અને ગચ્છની સાથે જ રહેવાની શી જરૂર ? જુદા રહીએ અને દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધના કરી આપણે જાતે જ સંસાર તરી જઈએ. નવિ જાણે તે પ્રથમ અંગમાં આદિ ગુરુકુલવાસો રે, કહ્યું ન તે વિણ ચરણ વિચારો પંચાશકનય ખાસો રે. એ લોકો જાણતા નથી કે આચારાંગસૂત્રની શરૂઆતમાં જ કહ્યું છે કે “સાધુએ ગુરુકુલવાસમાં જ રહેવું જોઈએ. અર્થાત્ ગુરુ અને ગચ્છની સાથે રહેવું જોઈએ...” પંચાશકમાં કહ્યું છે કે “ગુરુપારતત્ય જેની પાસે નથી, એની પાસે ચારિત્ર નથી.” નિત્યે ગુરુકુલવાસે વસવું, ઉત્તરાધ્યયને ભાખ્યું રે. તેહને અપમાને વળી તેહમાં પાપશ્રમણપણે દાખ્યું રે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે વસે ગુજૂને નિવં સદા ગુરુગચ્છની સાથે રહેવું. જે શિષ્યો ગુરુકુલવાસનું, ગુરુનું અપમાન કરે છે તેઓ પાપી સાધુ છે. દશવૈકાલિક ગુરશ8ષા તસ નિંદાફલ દાખ્યા રે, આવંતિમાં દ્રહ સમ સર મુનિગણ મચ્છ સમ ભાખ્યા રે. દસર્વેમાં કહ્યું છે કે “ગુરુની સેવા કરનારાઓને આલોક, પરલોક, પરલોક સુધીના બધા જ ફળો મળે છે. ગુરુની નિંદા કરનારાને અનંત સંસારની ભેટ મળે છે.” આચારાંગસૂત્રના આનંતિ અધ્યયનમાં કહ્યું છે કે “ગુરુ સરોવર છે, સાધુઓ માછલા જેવા છે.” માછલાઓ જો સરોવર છોડી દે, તો મૃત્યુ જ પામે. એમ સાધુઓ જો ગુરુને છોડી દે તો એમનો સંયમપરિણામ ખતમ જ થાય. વિનય વધે ગુરુ પાસે વસતા એ જિનશાસનમૂલો રે. દર્શન નિર્મલ ઉચિત પ્રવૃત્તિ શુભરાગે અનુકુલો રે. ગુરુ પાસે રહેવાથી વિનય વધે, એ વિનય જિનશાસનનું મૂળ છે. તથા ગુરુ પાસે રહેવાથી સમ્યગ્રદર્શન નિર્મળ બને. ઉચિત પ્રવૃત્તિઓ આચરતા આવડે. ગુર્વાદિ પ્રત્યે બહુમાનભાવ પ્રગટ થાય. જ ન જ લાલજી ૫૧ ૦૯-૦૯-૯-૦૯--૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો વૈયાવચ્ચે પાતિક તૂટે, ખંતાદિક ગુણશક્તિ રે. હિતોપદેશે સુવિહિતસંગે બ્રહ્મચર્યની ગુપ્તિ રે. ગુર્વાદિનું વૈયાવચ્ચ કરવા દ્વારા પાપો તૂટે. ગુરુ પાસે રહેવાથી ક્ષમાદિ ગુણોની શક્તિ વિકસે, ગુરુ પાસે સતત હિતોપદેશ મળવાથી અને સાથેના આચારસંપન્ન સાધુઓના સંગના પ્રતાપે બ્રહ્મચર્યની નવેય વાડોનું પાલન સહજ રીતે થાય. મન વાધે મૃદુબુદ્ધિ કેરા, મારગભેદ ન હોવે રે. બહુગુણ જાણે એ અધિકારે, ધર્મરયણ જે જોવે છે. ચારિત્રમાં જેઓ ડગુમગુ હોય, તેઓ પણ ચારિત્રમાં ગુરુ-ગચ્છના પ્રતાપે સ્થિર થાય. અર્થાત્ ચારિત્ર પ્રત્યે મંદ ઉલ્લાસવાળાને પણ ચારિત્ર પ્રત્યેનો ઉલ્લાસ પુષ્કળ વધે. બધા સાથે રહે એટલે માર્ગભેદ (આચાર ભેદ + પ્રરૂપણાભેદ) ન થાય. આવા તો ઢગલાબંધ ગુણો ધર્મરત્નપ્રકરણમાં આ અધિકારમાં દર્શાવેલા છે. જ્ઞાન તણો સંભાગી હોવે, થિર મન દરિસણ ચરિત્તેરે. ન ત્યજે ગુરુ કહે એ બુધ ભાખ્યું આવશ્યક નિયુક્તિ રે. ગુરુ પાસે રહેનાર પુષ્કળ જ્ઞાન પામે, દર્શનમાં અને ચારિત્રમાં એનું મન સ્થિર થાય. માટે જ આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે “ગુરુનો ત્યાગ ન કરવો. ગુરુથી જુદા ન રહેવું.” ભૌત પ્રતે જેમ બાણે હણતા, પગ અણફરસી શબરા રે. ગુરુ છાંડી આહાર તણો ખપ કરતા તિમ મુનિ નવરા રે. (કેટલાકો એમ કહે છે કે ગુરુ સાથે રહીએ તો દોષિત ગોચરી વાપરવી પડે છે. એના કરતા જો અમે જૂદા વિચરીએ તો દોષિત ગોચરી વાપરવી ન પડે. અમે અમારી રીતે શુદ્ધગોચરી લાવીને વાપરીએ... આવી માન્યતાવાળા સાધુઓને કહે છે કે) ભીલરાણીએ પોતાના માનીતા ધર્મગુરુ પાસે રહેલું મોરના પીંછાનું બનેલું છત્ર ખૂબ જ ગમી જતા રાજાને કહ્યું કે “મને કોઈપણ હિસાબે એ છત્ર મેળવી આપો.” ભીલરાજે સૈનિકોને આદેશ કર્યો કે ''જાઓ, મારા ધર્મગુરુ પાસે જઈ ગમે તે રીતે એ છત્ર મેળવી લાવો. જો ન જ આપે તો છેલ્લે બાણ દ્વારા એમને હણી નાંખીને પણ છત્ર મેળવી લેજો. પણ એક વાતનો ખ્યાલ રાખજો કે આ બધી ધાંધલધમાલમાં તમારા પગ એમને ન લાગી જાય એની ખાસ કાળજી કરજો. કેમકે ગુરુને જો આપણા પગ લાગે તો ઘોર પાપ લાગે. એટલે એમને અડ્યા વિના જ બાણથી મારવા...” જેમ ભીલરાજા પગથી અડી જવા રૂપ નાની આશાતનાને ત્યાગવા માટેની સખત કાળજી કરે છે, પણ એને એ ભાન નથી આવતું કે “ગુરુને બાણથી મારી નાંખવા એ તો ઘણી મોટી આશાતના છે. જો પગથી ગુરુનો સ્પર્શ ન કરાય તો ગુરુને બાણ તો મારી જ ન શકાય ને ?” પણ અણપઢ ભીલરાજા આ વાત સમજી શકતો નથી. એમ નિર્દોષગોચરી જ વાપરવી, દોષિત ન લેવું એ જેમ જિનાજ્ઞા છે. તેમ ‘ગુરુની ૫૨ ** Page #54 -------------------------------------------------------------------------- ________________ સાથે જ રહેવું, એમને છોડવા નહિ એ પણ જિનાજ્ઞા જ છે. પેલા કરતા લાખ ગણી મોટી જિનાજ્ઞા છે. પણ કેટલાક મુગ્ધ સંયમીઓ “નિર્દોષ ગોચરી મહાન!” એ વાત વારંવાર સાંભળીને એ જિનાજ્ઞાપાલન માટે ગુરુત્યાગ કરવા રૂપી મોટું પાપ કરવા તૈયાર થાય છે. કોણ સમજાવે એમને કે ગુરુપારત” એ ઘણી ઘણી મોટી જિનાજ્ઞા છે. એને ખતમ કરીને નિર્દોષ ગોચરી રૂપ નાની જિનાજ્ઞાને બચાવવામાં ડહાપણ શું? ખરું ડહાપણ તો એ કે બંને જિનાજ્ઞાઓ આદરવી, એ શક્ય ન હોય તો નાની જિનાજ્ઞામાં અપવાદરૂપે દોષ સેવીને પણ મોટી જિનાજ્ઞા તો બરાબર પાળવી જ. માત્ર નિર્દોષગોચરી જ નહિ, પણ લઘુનીતિ-વડીનીતિ-પરસ્પર અણબનાવ... વગેરે વગેરે બાબતોની સામે પણ ગુરુપારતન્ય ઘણી મોટી જિનાજ્ઞા છે. એના ભોગે લઘુનીતિ વગેરે સંબંધી જિનાજ્ઞાઓનું પાલન સાવ જ નકામું છે. ભલા, એરંડિયું વાવવા માટે કલ્પવૃક્ષના ઝાડ ઉખેડી નાંખી ત્યાં એરંડિયા વવાતા હશે? બકરું ખરીદવા માટે કંઈ ઐરાવત હાથી વેંચાતો હશે? રાખ મેળવવા માટે કંઈ ચંદન બળાતું હશે ? તો નિર્દોષગોચરી વગેરે માટે કંઈ ગુરુત્યાગ કરાતો હશે ? એરંડિયાના લાભ જતા કરીને ય કલ્પવૃક્ષ સાચવવું, બકરીના દૂધને ગૌણ કરીને ય ઐરાવત હાથીને સાચવવો. રાખના કામ જતા કરીને ય ચંદનની રક્ષા કરવી. તો નિર્દોષગોચરી વગેરેના લાભો ગૌણ કરીને ય ગુરુપારતની રક્ષા કરવી. પણ અણસમજુ સંયમીઓ આ વાત સમજતા નથી અને ગુરુને છોડીને અલગ વિચરે છે. ગુરુકુલવાસે જ્ઞાનાદિક ગુણ વાચંયમને વાધે રે, તો આહાર તણો પણ દુષણ ખપ કરતા નહિ બાધે રે. પરમાર્થ એ છે કે ગુરુ-ગચ્છની સાથે રહેવામાં સાધુના જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણો વૃદ્ધિ પામે છે, અને એટલે જ ગુરુ+ગચ્છમાં રહેવામાં આહાર સંબંધી દોષો સેવવા પડે તો પણ એમાં સંયમને કશું નુકસાન થતું નથી. સારણ-વારણ પ્રમુખ લહીને મુકિતમાર્ગ આરાધે રે. શુભવિરતિ ઈહાં સુવિહિતકિરિયા દેખાદેખે વાધે રે. ' ગુરુ શિષ્યને સંયમાચારોની ટકોર કરતા રહે, ભૂલો થતી હોય તો અટકાવતા રહે અને એ રીતે મુનિ મોક્ષમાર્ગને આરાધતો રહે છે. ગચ્છમાં સુંદર સાધુઓની પરસ્પરની મનોહરક્રિયાઓ જોવા મળે અને એ રીતે દેખાદેખીથી પણ શુભવિરતિ અને સદાચારપાલન વધતું જ રહે. જલધિ તણો સંક્ષોભ અસહતા, જેમ નીકળતા મીનો રે, ગચ્છસારણાદિક અણસહેતા તિમ મુનિ દુઃખિયા દીનો રે. જેમ સમુદ્રની ભરતી-ઓટથી ત્રાસી ગયેલા માછલાઓ જો સમુદ્ર છોડી દે, તો છેવટે મોત પામે એમ ગચ્છમાં ગુરુની ટકોરો, ઠપકાઓ, નિયંત્રણો વગેરેને જે સાધુઓ સહન - - - - - - - - - - ૫૩ ------------------ Page #55 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો ન કરી શકે તે દુઃખી બનેલા અને દીન બનેલા સાધુઓ ગુરુ+ગચ્છને ત્યાગે. કાક નર્મદાતટ જિમ મૂકી મૃગતૃષ્ણા જલ જાતા રે. દુઃખ પામ્યા તિમ ગચ્છ ત્યજીને આપતિ મુનિ થાતા રે. તરસ્યા થયેલા કાગડાઓ બાજુમાં જ નર્મદાના ભરપૂર પાણી હોવા છતાં એને છોડીને રણપ્રદેશના ઝાંઝવાજળ પીવા જાય પણ એમને પાણી ન જ મળે અને તરસ્યા મરવું પડે. એમ ગુરુ+ગચ્છને ત્યાગીને પોતાની રીતે જ વિચરનારાઓ અંતે દુઃખી થાય છે. ગુરુ+ગચ્છ એ છે નર્મદાનદી! રત્નત્રયી એટલે એ નદીમાં રહેલું પાણી! અણસમજુ સંયમીઓ એટલે કાગડાઓ! જુદા વિચરવું એટલે ઝાંઝવાના જળ! સંયમીઓ જુદા વિચરવા દ્વારા રત્નત્રયી મેળવવા માંગે છે, પણ તેઓ ઉભયભ્રષ્ટ થાય છે. રત્નત્રયી આપનાર ગુરુ+ગચ્છ તો ગુમાવ્યા જ અને જે અલગ વિચરણ મળ્યું એમાં રત્નત્રયી મળી શકવાની નથી. પાળી વિના જેમ પાણી ન રહે, જીવ વિના જિમ કાયા રે. ગીતારથ વિણ તિમ મુનિ ન રહે, જૂઠ કષ્ટની માયા રે. પાળ વિના પાણી ટકી ન શકે, એનો વિનાશ જ થાય. જીવ વિના કાયા ટકી ન શકે, એનો વિનાશ જ થાય. ગીતાર્થ વિના સાધુ ટકી ન શકે, એનો વિનાશ જ થાય. ગીતાર્થગુરુને છોડીને વિચરનારા સાધુઓ. ભલેને ઉંચામાં ઊંચુ સંયમ પાળે, ઘોરાતિઘોર તપ કરે. એ બધું જ જૂઠું સમજવું. અંધ પ્રતે જેમ નિર્મલલોચન મારગમાં લઈ જાય રે. ગીતારથ તિમ મુરખમુનિને દેઢ આલંબન થાય રે. માર્ગ કાપવાનો છે ઘણો લાંબો અને બે આંખો છે જ નહિ, ત્યારે એ અંધને નિર્મળ આંખોવાળો માણસ હાથ પકડીને, સહારો આપીને છેક નગર સુધી પહોંચાડી દે ને ? એમ મુરખ મુનિ પાસે શાસ્ત્ર બોધ રૂપી આંખો નથી. એ અંધતુલ્ય અજ્ઞાની મુનિને તો ગીતાર્થગુરુ જ દૃઢ આલંબનભૂત થઈ ૨હે છે. અર્થાત્ એમના સહારે જ એ છેક મોક્ષ સુધી પહોંચી શકે છે. સમભાષી, ગીતારથ, નાણી, આગમમાંહે લહીએ રે. આતમ અર્થી શુભમતિ સજ્જન કહો તે વિણ કિમ રહીએ રે. રાગદ્વેષરહિત બનીને બોલનારા ગીતાર્થ, જ્ઞાની, આત્માર્થી, શુભમતિવાળા સજ્જન ગુરુને છોડીને રહેવાય જ કેમ ? ગીતારથને મારગ પૂછી, છાંડીજે ઉન્માદો રે, પાલે કિરિયા તે તુજ ભક્તે પામે જગ જસવાદો રે. માટે જ શિષ્યો એકલા વિચરવાના, ગુરુથી છૂટા રહેવાના, સ્વતંત્ર રીતે સાધના કરવાના ગાંડપણને છોડીને ગીતાર્થગુરુને જ સતત મોક્ષમાર્ગની આરાધના માટે પૃચ્છા કરે અને એમના કહ્યા પ્રમાણે સાધ્વાચાર પાળે, જો તેઓ આમ કરે તો એ તારી ભક્તિ કરેલી ૫૪ Page #56 -------------------------------------------------------------------------- ________________ કહેવાય અને એના પ્રતાપે તે શિષ્યો જગતમાં જસવાદ પામે. ૩૫૦ ગાથાની આ ઢાળ જોયા બાદ બીજા પણ કેટલાક પાઠો જોઈએ. Trટ્સ હો માળો થયો ય હંસારિત્તે થના વિજાઈ #વાસં ન વંતિ ! આવ.નિર્યું ગુરુ+ગચ્છ સાથે રહેનાર જ્ઞાન પામે, દર્શનમાં અને ચારિત્રમાં વધુ સ્થિર થાય, તે શિષ્યો ધન્ય છે, જેઓ ગુરુકુલવાસ છોડતા નથી. मुत्तण सव्वमाणं पढमं ता सीसो हवेज्जाहि । सीसस्स हंति सीसा न ह हंति सीसा असीसस्स। બધો અંહકાર છોડીને પહેલા શિષ્ય બન, કેમકે શિષ્યના જ શિષ્યો થાય, જે સ્વયં શિષ્ય નથી, એના શિષ્યો થઈ ન શકે. પૂર્વાયત્ત છાત્રામાં મવત્તિ સર્વપિતા પર્વાધિનપજે હિતાક્ષિા માધ્યમ પ્રશમરતિ પ્રકરણ. તમામ શાસ્ત્રારંભ ગુરુને આધીન છે. એટલે જે શિષ્ય હિતને ઈચ્છે છે, એણે ગુરુને પ્રસન્ન કરવામાં તત્પર બનવું. અર્થ તેહના છે અતિ સુક્ષ્મ તે જાણો ગુર પાસે જી. ગુરની સેવા કરતા લહીએ અનુભવ નિજ અભ્યાસે જી. જેહ બહઋત, ગુર ગીતારથ મારગના અનુસાર જી. તેહને પૂછી સંશય ટાળો એ હિતશીખ છે સાચી જી. ૧૫૦ ગાથાનું સ્તવન આ સ્તવનના અર્થો અતિસૂક્ષ્મ છે, તે તમે ગુરુ પાસે જાણો. ગુરુની સેવા કરતા કરતા આ બધો અનુભવ આત્મસાત થાય છે. જે ગુરુ બહુશ્રુત, ગીતાર્થ, માર્ગાનુસારી છે. એમને પ્રશ્નો પૂછી પૂછીને તમારા સંશય દૂર કરો, એ મારી સાચી હિતશિક્ષા છે. થવા યત્નઃ સતત વાર્યો વતસમીપે હિતશક્ષિમિહિર્વનનું હારિમલમમાષોડશક પ્રકરણ. આત્માનું હિત ઈચ્છનારા ઉત્તમપુરુષોએ બહુશ્રુત (ગીતાર્થ) ગુરુની પાસે ધર્મ સાંભળવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ. આ હરિભદ્રસૂરિનું વચન છે. પુર્દિવો પુરવર્દિસિરિમાય મવિત્તિ વાસિમ તેવયમવાળુવાસંતિ ઉપદેશ માલા ઉદયમાં આવેલા પુણ્યોથી પ્રેરાયેલા, લક્ષ્મીના ભાજન, ભવિષ્યમાં જેમનું કલ્યાણ થવાનું છે તેવા ભવ્ય જીવો ગુરુની દેવની જેમ ઉપાસના કરતા હોય છે. (અર્થાતુ ગુરુની દેવની જેમ ઉપાસના એ મહાપુણ્યોદયે પ્રાપ્ત થાય અને એ ઉપાસના દ્વારા ભવિષ્યમાં કલ્યાણની પ્રાપ્તિ થાય.) 'ગુરુપારતત્યની મહત્તા દર્શાવનારા આવા તો ઢગલાબંધ શાસ્ત્રવચનો જોવા મળે છે. માટે જ પ્રત્યેક સંયમીએ મક્કમ બનીને આ નિર્ણય કરવો જોઈએ કે ગુરુનો સ્વભાવ કદાચ વિચિત્ર, ક્રોધી હોય તો પણ, ગુરુ પાસે રહેવામાં ખાવા-પીવાદિ છૂટછાટો ઉપર નિયંત્રણ આવતા હોય તો પણ, ગુરુ પાસે રહેવામાં શિષ્ય-શિષ્યાઓ કરવામાં વિઘ્નો ઊભા થતા હોય તો પણ, - - - - - - - - - - - - ૫૫ - - - - - - - - - - - - - - Page #57 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ૨૯ - ૨૨ - મહાવતો જ જ - - - - - ગુરુ પાસે નવો ભક્તવર્ગ ઊભો કરી ન શકાય તો પણ, ગુરુ પાસે વૈયાવચ્ચાદિ કામો કરીને સુખશીલતા ત્યાગવી પડે તો પણ ગુરુ પાસે ગોચરીના દોષો, લઘુ-વડીનીતિના દોષો, સામાન્ય સંકલેશાદિ દોષો ઉત્પન્ન થતા હોય તો પણ... મારે મારા ગુરુને છોડવા નથી જ. કેમકે , અનંતાનંત તીર્થકરોની આ આજ્ઞા છે કે “ગુરુનો ત્યાગ ન કરવો.” અનંતાનંત શાસ્ત્રકારોનું આ વચન છે કે “ગુરુને પરતા રહેવું.” સમગ્ર સંસારનો ત્યાગ કરવાનો ઘોર પુરુષાર્થ તો જ સફળ બને જો “ગુરુને પરત– બનાય” આ છે (!) સંબોધનનો ગૂઢાર્થ ! ગુરુપારતન્ય એ જ સાધુજીવનનું સર્વસ્વ ! પ્રશ્ન : અદ્દભુત પદાર્થ દર્શાવ્યો આપે ! અમારી ઘણી બધી ગેરસમજો દૂર કરી આપી આપે ! ગુરુ સાથે એક યા બીજા કારણસર ફાવતું ન હોવાના કારણે ગુરુથી અલગ વિચરવાના જ વિચારમાં હતા. પણ તમે દર્શાવેલા શાસ્ત્રપાઠો જોઈને તો અમે પણ ફેરવિચાર કરતા થઈ ગયા. અમારે કંઈ શાસ્ત્રાજ્ઞાઓનો ભંગ નથી કરવો. મહાપુરુષોની પવિત્ર આજ્ઞાઓનો ભંગ કરવાનું ઘોર પાપ અમે શું કામ બાંધીએ ? ના રે ના ! અમારે તો શાસ્ત્રાજ્ઞાને બરાબર પરત જ રહેવું છે. પણ અમારી જે કેટલીક મુશ્કેલીઓ છે, એ તો તમે સાંભળો. તમે બધું ગુરુના પક્ષમાં જ બોલો છો, પણ સાથે અમારી વાતો પણ જાણો તો ખરા. એ પછી તમે નિર્ણય આપજો કે અમારે શું કરવું ? (ક) કેટલાક શિષ્યોની ફરિયાદ છે કે “એમના ગુરુ કશું ભણ્યા નથી, એટલે અમને ભણાવી પણ શકતા નથી. આખા દિવસમાં બે કલાક પાઠ પણ નથી આપતા. પંડિતો પાસે પણ ભણવું શક્ય નથી. પંડિતો મોંઘા પડે છે અને એ બધું મળે પણ ક્યાં ? અમારા ગુરુને શ્રાવકો વગેરે સાથે પરિચયાદિ કરવાનો સમય મળે છે પણ અમારા માટે એમને સમય મળતો નથી. હવે આવા ગુરુને પરતત્ર રહેવાથી લાભ શું?” (ખ) કેટલાક શિષ્યોની ફરિયાદ છે કે “અમારા ગુરુ પક્ષપાતી છે, એમને અમુક શિષ્યો વહાલા છે અને એમને એ બરાબર સાચવે છે. એમને ભણાવે પણ ખરા, પંડિતોની વ્યવસ્થા પણ એમના માટે જલદી ગોઠવે. ખાવા-પીવાદિમાં પણ એમના માટે બધી જ સુવિધા કરી આપે... અમારી કોઈ કાળજી ન કરે , અમે ભણવા ઈચ્છીએ તો પણ ન ભણાવે, ખાવા-પીવાદિમાં પણ અમારી ઉપેક્ષા કરે, માંદા પડીએ તો અમારી સંભાળ પણ ન રાખે... હવે આવા ગુરુને પરત– રહેવાથી શું ?” (ગ) કેટલાક શિષ્યોની ફરિયાદ છે કે “અમારા ગુરુનો સ્વભાવ બગડી ગયો છે. - - ~-~~-પ૬ ૯૦૯૯૦- ૯૦ જાત-જ-ક Page #58 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - ૯ ! ૯૯૦૯૯ ૨૯ ૯૯૦૯૯ નાની નાની વાતોમાંય વિક્ષેપ કરે. ઉંમરાદિના કારણે એમને ઓછી ખબર પડે છે, ભૂલી જાય છે. આવું હોય તો એમણે શિષ્યો પર વિશ્વાસ મૂકી એમને એમના ક્ષયોપશમ પ્રમાણે બધું કરવા દેવું જોઈએ. એમાં વારંવાર ટોક-ટોક કરવાનો કશો અર્થ નથી. પણ આ સ્વભાવ એમનો સુધરતો નથી. બધી બાબતોમાં કચકચ થયા જ કરે. હવે આવા ગુરુને પરત– રહેવાથી તો હેરાનગતિ જ વધવાની ને ? (ઘ) કેટલાક શિષ્યોની ફરિયાદ છે કે “અમારા ગુરુમાં ક્રોધ-કડવાશ ભારે ! વગર વાંકે ધમકાવી નાંખે, જેમ તેમ બોલે, લોકોની હાજરીમાં પણ ઉતારી પાડે, રે ! ગુસ્સો વધી જાય તો લાફો પણ મારી દે. અને અપશબ્દો તો એવા બોલે કે સાંભળી ન શકીએ. હૈયામાં તિરાડ પડી જાય... હવે શી રીતે આવા ગુરુ પ્રત્યે સદૂભાવ ટકે? આવા ગુરુને આધીન રહીને શું મળવાનું અમને ? (ચ) કેટલાક શિષ્યોની ફરિયાદ છે કે “અમારા ગુરુ માંદા ખૂબ રહે છે. એમની પાસે રહીએ, તો પુષ્કળ સેવા કરવી પડે. આખો દિવસ કામ, કામ ને કામ! એક પાનું પણ વાંચી ન શકાય. થાકીને લોથ થઈ જઈએ. અભ્યાસ તો બિલકુલ ન થાય. એના કરતા એક-બે સાધુઓને કે શ્રાવકોને સોંપી દઈ અમે જૂદા વિચારીએ તો શું ખોટું ? એમાં સ્વાધ્યાયાદિ તો થાય...” . - (છ) કેટલાક શિષ્યોની ફરિયાદ છે કે “ગુરુ પાસે રહીએ તો વ્યાખ્યાન કરવા ન મળે, કેમ કે ગુરુ પોતે જ વ્યાખ્યાન કરે છે. વળી ગુરુની સાથે બીજા ઘણા વડીલ વ્યાખ્યાનકારો છે. એટલે પણ અમારો નંબર ન લાગે. કદાચ નંબર લાગે તોપણ બીજા બધા વ્યાખ્યાનકારોની સામે અમારા વ્યાખ્યાન તો સાવ જ ઝાંખા પડે. એટલે અમને આગળ વધવાની તક ન મળે. જે નવા મુમુક્ષુઓ આવે, તે પણ ગુરુ પાસે કે વડીલો પાસે ખેંચાય. અમારું પુણ્ય, શક્તિ, સંયમ, તપાદિ નબળા હોવાથી મુમુક્ષુઓ અમારી તરફ ન ખેંચાય. અમે જુદા હોઈએ, તો અમે જ મુખ્ય હોઈએ. એટલે નવા મુમુક્ષુઓ બીજે ક્યાંક ખેંચાઈ જવાનો પ્રશ્ન જ ન નડે. બધું અમારા હાથમાં!... ઉત્તર : આટલી બધી ફરિયાદો તે કરી, “એ સાચી છે” એમ પણ માની લઈએ. પણ તમે મને એટલું કહો કે આમાં શું એકપણ ફરિયાદ એવી છે ? કે “મારા ગુરુ મહાવ્રતોની બાબતમાં ગરબડવાળા છે. મોટી ભૂલો કરી છે અને કરે છે, ચતુર્થ મહાવ્રતના પણ પાયા હલી ગયા છે.” જો ના! તો એનો અર્થ એ થયો કે આ બધી ફરિયાદો ગુરુના ઉત્તરગુણસંબંધી કોષોની છે. મૂલગુણસંબંધી દોષોની નથી જ. તો પછી એ દોષોને લીધે ગુરુનો ત્યાગ કરી શકાય નહિ. કેમકે પંચાશકકાર ૪૯૯૯ - - - - - - - - - - - - - - - ૫૭ - - - - - - - - - - - - - - - - Page #59 -------------------------------------------------------------------------- ________________ -૯-૨૯--૯-૨૯--૪૨૯-૦૯-૦૯-૦૯-મહાવ્રતો કે ------------- હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે દુઃષમકાળમાં આવા ઉત્તરગુણ સંબંધી દોષવાળા પણ ગુરુ ગુરુ જ છે. એમના એ દોષોને આગળ કરીને એમને ત્યાગી શકાતા નથી. ૧૨૫ ગાથાના સ્તવનમાં મહોપાધ્યાયજીએ પણ આ જ કહ્યું છે કે “ઉત્તરગુણમાં હિ હીણડા ગુર કાલાદિક પાખે...” શું ગુરુ વિશિષ્ટ પ્રકારનો શાસ્ત્રાભ્યાસ ન કરે- ન કરાવે, ગુરુ શિષ્યોમાં પક્ષપાતી વલણ ધરાવે, ગુરુ બધી બાબતોમાં કચકચ કરે, ગુરુ ક્રોધ અને કડવાશ-કટુવચનોનો પ્રયોગ કરે, ગુરુ આગંતુક મુમુક્ષુઓને પોતાના જ શિષ્ય બનાવવાની પ્રવૃત્તિ કરે, ગુરુ પોતે જ વ્યાખ્યાનો આપે... આ બધું મૂલગુણોના ભંગનું પાપ ગણાય? આમાં શું એ ગુરુ સાધુતા જ ગુમાવી બેસે એવું ખરું ? જો ના ! તો પછી એમને છોડાય શી રીતે ? કોણે એમનો ત્યાગ કરવાની રજા આપી ? કયા શાસ્ત્રોએ આવા ગુરુનો ત્યાગ કરવાનું કીધું ? તો શું વગર શાસ્ત્રાજ્ઞાએ એમને એમ સ્વમતિથી આવી પ્રવૃત્તિ-ગુરુત્યાગની પ્રવૃત્તિ આદરી શકાય? આ તો જિનાજ્ઞા સામે બળવો છે, અને એના ભયંકર નુકસાનો થયા વિના રહેતા નથી. ગુરુના આ દોષો દોષ નથી, એમ તો કોઈ નથી કહેતું. પણ છદ્મસ્થતાદિને લીધે . આવા આવા દોષો હોવાના, હોવાના ન હોવાના જ. રે ! આવી વાતો કરનારાઓમાં પોતાનામાં શું આવા કે બીજા કોઈ દોષો છે જ નહિ? તો પોતાના એ દોષો બદલ પોતે પોતાનો ત્યાગ કેમ નથી કરતા ? બહુ સ્પષ્ટ વાત એ જ કે જો ગુરુ બનાવી દીધા હોય અને જો એ ગુરુ મૂલગુણો સંબંધી એટલે કે બ્રહ્મચર્યાદિ સંબંધી બાબતોમાં ચોક્ખા હોય તો આડા-અવળા બહાનાઓ કાઢીને એમનાથી અલગ વિચરવાની પ્રવૃત્તિ એ શાસ્ત્રમાન્ય બનતી નથી. આમ છતાં જે જે ફરિયાદો કરવામાં આવી છે, એના સમાધાન આપવા રહ્યા. આ સમાધાનો પણ ફરિયાદના ક્રમ પ્રમાણે જ જાણવા. (ક) જો અભ્યાસ ન થતો હોવાના કારણે શિષ્યો ગુરુથી જૂદા પડતા હોય તો તો તેઓએ જ્યાં વધુ સારો અભ્યાસ થાય એવા બીજા કોઈ મહાત્માની સાથે જ રહેવું જોઈએ ને ? તેઓ જો સ્વતંત્ર જ વિચરે તો તો આમ પણ એમનો અભ્યાસ થતો જ નથી. તો પછી ગુરુને છોડ્યાનો અર્થ શો ? એટલે જ્ઞાનાભ્યાસ માટે ગુરુને છોડનારાઓએ જ્ઞાની પાસે જ રહી અભ્યાસ કરીને પાછા ગુરુના શરણે આવી જવું જોઈએ. શું આ પ્રમાણે થાય છે ? ખરી હકીકત તો એ છે કે જ્ઞાનાભ્યાસની ખરેખર લગની લાગી હોય તો ગુરુની વધુ સેવા કરી એમની સંમતિ લઈને બીજે સ્થાને ભણવા જવું જોઈએ. સાંચા દીલની સેવા --------------------------- ૫૮ -------------------------- Page #60 -------------------------------------------------------------------------- ________________ ! *** કરી હોય તો ગુરુ પણ લાગણી ધરાવે અને શિષ્યોની ઈચ્છા પૂરી કરવા માટે ચોક્કસ સંમતિ આપે. કદાચ એમાં થોડો વિલંબ થાય, પણ આ રીતે ગુરુના આશિષપૂર્વક શાસ્ત્રાભ્યાસ થાય એ હજારગણું ફળ આપે. દસર્વે. સૂત્રના નવમાં અધ્યયનમાં કહ્યું છે કે કોઈક ગુરુ ક્ષયોપશમની વિચિત્રતાના કા૨ણે શાસ્ત્રીય પદાર્થોની યુક્તિઓનું ચિંતન કરવા અસમર્થ હોય, કોઈ ગુરુ આગમો ભણ્યા ન હોય આવા ગુરુના જે શિષ્યો સાચા સાધુ ન હોય, અગંભીર હોય તેઓ પોતાના આવા ગુરુની આશાતના કરે કે “મારા ગુરુ અજ્ઞાની છે, અલ્પબુદ્ધિવાળા છે.” આ રીતે પોતાના એક ગુરુની આશાતના કરનાર તે દ્રવ્યસાધુઓ ખરેખર તો ગૌતમગણધરાદિ તમામે તમામ ગુરુઓની આશાતના કરે છે. એટલું જ નહિ, આવા સાધુઓ પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્રનો વિનાશ કરે છે. વૃત્તિકા૨શ્રી કહે છે કે કર્મની વિચિત્રતાથી ગુરુ અલ્પજ્ઞાની પણ હોય. અલ્પબુદ્ધિવાળા પણ હોય પણ જો એ જ્ઞાનાચારાદિ આચારોના પાલક હોય... તો એવા ગુરુની નિંદા-આશાતના ન કરવી. જે શિષ્યો આવું પાપ કરે તેઓની રત્નત્રયીનો ઘાત થાય... - આ પદાર્થ જાણીને તો ભવભીરુ, સંયમખપી કોઈપણ શિષ્ય પોતાના ગુરુ અલ્પજ્ઞાની હોય તો પણ એમની અવગણના કરવાનું, એમની ઈચ્છા-રજા વિના જુદા વિચરવાનું અને એ રીતે એ ગુરુને ત્રાસ આપવાનું કામ કદાપિ ન કરે. (ખ) ગુરુ પક્ષપાતી બનતા હોય તો એના પણ ઘણા બધા કારણો છે. અમુક શિષ્યોએ પુષ્કળ ભોગ આપી ગુરુની સેવા કરી હોય અને કરતા હોય, બીજા શિષ્યોએ એવો ભોગ ન આપ્યો હોય, તો વધુ સેવા ક૨ના૨, વધુ ભોગ આપનાર શિષ્યો ઉપર ગુરુને વધુ લાગણી થાય... એ છદ્મસ્થતાના કારણે સ્વાભાવિક છે. પછી સેવા નહિ કરનાર, ઓછી સેવા કરનાર બાકીના શિષ્યોએ પણ આ વાત સમજવી જ જોઈએ, તેઓ પક્ષપાતની ફરિયાદ કરે એ ન ચાલે. એમણે જો વધુ સેવા કરી હોત તો એમના તરફ ગુરુને પક્ષપાત હોત. જાતે ભોગ આપવો નહિ અને ભોગ આપનારને ગુરુ વધુ સાચવે એની ફરિયાદો કરવી એ ક્યાંનો ન્યાય ? શિષ્યોએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે “અમે ગુરુ માટે શું કર્યું ? અમે ગુરુ માટે કેટલું ઘસાયા ? અમે ગુરુ માટે સ્વાર્થને કેટલો ગૌણ કર્યો ? જો એ બધામાં અમે ખામી ધરાવતા હોઈએ, તો ગુરુને અમારા કરતા બીજા ઉપર વિશેષ લાગણી થાય તો એમાં અમારે ગુરુને દોષપાત્ર ન ઠરાવાય.” * પૂર્વભવોના ઋણાનુબંધો કામ કરતા હોય છે, કે જેથી ગુરુને અમુક શિષ્યો પર ૫૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો ખૂબ લાગણી થાય અને બીજા શિષ્યો ખરેખર સારા, સેવાભાવી, ગુણિયલ હોય તો પણ એમના પ્રત્યે વિશેષ લાગણી ન થાય. આ બધા અનંતાભવોના અવનવા સંસ્કારોના અને અવનવા બનેલા પ્રસંગોના ખેલ છે. સંસારની વિચિત્રતાને જાણનારા ખાનદાન શિષ્યોએ એ બધી વાતને આગળ કરી ગુરુને ક્ષમા જ આપવી જોઈએ. ગુરુના એ સાવ નાના દોષને ગળી ખાવો જોઈએ. * દરેકને પોત-પોતાના પુણ્યકર્મ અને પાપકર્મ પ્રમાણે જ બધું મળે છે. જે શિષ્યોને ગુરુ તરફથી વિશેષ લાગણી ન મળે, વિશેષ કાળજી ન મળે... એમણે સમજી લેવું કે “આ આપણા જ પૂર્વભવોના પાપકર્મો ઉદયમાં આવેલા છે. જો મેં પુણ્યકર્મો બાંધ્યા હોત તો મારા યશ, આદેય, સૌભાગ્યનામના ઉદયથી ગુરુ મારા વખાણ કરતા થાકતા ન હોત, ગુરુ મારી વાતો માનતા હોત, હું ગુરુને ખૂબ પ્રિય બન્યો હોત. પણ મારો દુર્ભાગ્યકર્મનો ઉદય એટલે ગુરુને હું ગમતો નથી. મારો અપશયનો ઉદય એટલે ગુરુ મારા માટે વિપરીત બોલે છે. મારો અનાદેયનો ઉદય એટલે ગુરુ મારી વાત સાંભળતા નથી, માનતા નથી. હવે ગુરુ આ જે કંઈપણ કરે છે, એમાં એમનો તો કોઈ દોષ નથી. મારા આ પાપકર્મોનો ઉદય જ એમને આવું કરાવડાવે છે. અને એ પાપકર્મો તો મેં જ જાતે બાંધ્યા છે. એટલે આ બધામાં બધો દોષ મારો જ છે. પેલા બીજા શિષ્યોએ પૂર્વભવોમાં પુણ્યકર્મો બાંધ્યા હશે, એટલે તેઓ આજે ગુરુને વધુ પ્રિય છે, ગુરુ એમની પ્રશંસા કરે છે. એમની વાત માને છે. બસ, મારે તો ગુરુના ઉપકારનો બદલો વાળવા માટે એમની સેવા જ કરવી છે. અહીં જ મારા એ પાપકર્મો ભોગવાતા જશે. અને મારો આત્મિક વિકાસ થશે. ઘણીવાર તો એવું બને કે ગુરુ પક્ષપાતી હોતા જ નથી. પણ શિષ્યોની પરસ્પરની ઈર્ષ્યા ગુરુને પક્ષપાતી જાહે૨ ક૨વામાં મોટું નિમિત્ત બની જાય છે. દા.ત. શિષ્યો વચ્ચે પરસ્પર જ્ઞાન બાબતમાં, તપ બાબતમાં, ગુરુસેવા બાબતમાં કે બીજી કોઈ બાબતમાં સ્પર્ધા ચાલતી હોય, એના કારણે માનવસહજ સ્વભાવને કારણે ઈર્ષ્યા પણ મનમાં ચાલતી હોય... હવે ગુરુ તો નિષ્પક્ષપાતી જ હોય અને સરળભાવે ક્યારેક કોઈના સારા કાર્યોની અનુમોદના કરી બેસે, માંદગી વગેરેમાં એની વિશેષ કાળજી કરી બેસે... એ વખતે બીજા શિષ્યની ઈર્ષ્યા વધુ સળગે, કેમ કે એના પ્રતિસ્પર્ધીની પ્રશંસા થઈ હોય, કાળજી થઈ હોય... આવું બને એટલે એને ગુરુ ઉપર અરુચિ ઉત્પન્ન થાય. “ગુરુ એનો ખોટો પક્ષ ખેંચે છે. એનામાં તો ઢગલાબંધ દોષો છે, પણ ગુરુ સ્નેહરાગના કા૨ણે કશું જોતા નથી.” આમાં ખરેખર ગુરુ નિષ્પક્ષપાતી જ હોય છે. યોગ્ય અવસરે જ એમણે ઉચિત ૬૦ *** Page #62 -------------------------------------------------------------------------- ________________ ! પ્રશંસા અને ઉચિત કાળજી કરી હોય છે. પણ બીજા શિષ્યો ઈર્ષ્યાદિ દોષોની આગમાં ગુરુનો ભોગ લઈ લે છે. નિર્દોષ ગુરુને દોષિત કરી દે છે. આમાં તો સૌથી વધુ દોષપાત્ર તો એ શિષ્ય જ છે. પોતાનો સ્વાર્થ ઘવાય, પ્રતિસ્પર્ધીનો વિકાસ થવાથી પોતાની ઈર્ષ્યાને બળતણ મળે... એ બધામાં ગુરુનો શું દોષ ? પણ આ શિષ્ય સ્વદોષ જોવા તૈયાર જ ન થાય. પોતાનો શિષ્ય થતો ન હોય અને બીજાનો શિષ્ય થાય, ગુરુ એમાં રજા આપે એટલે ગુરુ ઉપર ગુસ્સો કરે કે “ગુરુ એને શિષ્યો બનાવી આપે છે, મને નહિ.” પણ એ વિચારે જ નહિ કે “મારી જ કોઈ ખામી છે ને ? કે કોઈ મારો શિષ્ય થવા આવતું નથી. કોઈ મારો શિષ્ય થવા આવ્યું હોય અને ગુરુએ ના પાડી હોય એવું ક્યાં બન્યું છે ? તો મારી અપાત્રતાને ગુરુ ઉપર શું કામ ઢોળવી ?” પોતાની વ્યાખ્યાનશક્તિ ઓછી હોય, લોકોને ગમતું ન હોય અને એટલે પોતાના વ્યાખ્યાનમાં સંખ્યા ઓછી થાય, બીજાના વ્યાખ્યાનમાં ખૂબ સંખ્યા થાય. લોકો પણ ગુરુ પાસે બીજાના જ વ્યાખ્યાનની માંગણી કરે અને ગુરુ પણ ‘લોકો વધુ પામે’ એ આશયથી એ સારા વ્યાખ્યાનકારને વ્યાખ્યાન સોંપે. હવે અલ્પપુણ્યવાળો સાધુ મનમાં જ વિચારે કે “ગુરુ પક્ષપાત કરે છે, પેલાને જ કાયમ વ્યાખ્યાન સોંપે છે. અમને સોંપતા નથી. અમને ચોમાસાના ક્ષેત્રો પણ ગમે તેવા આપે છે...” પણ પોતાની અલ્પશક્તિ, અલ્પપુણ્યાદિને તો જોવાની ફુરસદ જ નહિ. આવું તો ઢગલાબંધ બાબતોમાં બનતું હોય છે. તદ્દન નિર્દોષ ગુરુ પણ શિષ્યોના સ્વાર્થભાવ, ઈર્ષ્યાભાવ, મહત્ત્વાકાંક્ષાના ભાવની આગમાં હોમાઈને દોષિત-પક્ષપાતી જાહે૨ થાય અને મોટાભાગે તો આવું જ બનતું હોય છે કે, “શિષ્યોની ઈચ્છાઓ ન સંતોષાવાથી, શિષ્યોની મહત્ત્વાકાંક્ષાઓ ન પૂરી થવાથી જ નિષ્પક્ષપાતી ગુરુ પણ એ શિષ્યો દ્વારા પક્ષપાતી તરીકેનો અપયશ પામતા હોય છે.” સુધરવાની જરુર જેટલી ગુરુને છે, એના કરતા લાખગણી શિષ્યને છે... એવું આવા પ્રસંગોમાં લાગ્યા વિના નહિ રહે. આ તો બધું વર્તમાન વ્યવહારનું સ્વરૂપ દર્શાવ્યું. પરમાર્થની વાત કરું ? તો શિષ્યોની આ ફરિયાદ કે “અમારા ગુરુ પક્ષપાતી છે એ ફલાણાને જ સાચવે છે...” આ સાંભળી ભારે આશ્ચર્ય થાય, સાથે આઘાત પણ લાગે. શા માટે એમ કહો છો ? તો સાંભળો. પ્રત્યેક સંયમીને પુછવામાં આવે કે “દીક્ષા શેના માટે લીધી?” તો બધા એક જ ઉત્તર આપશે “મોક્ષ માટે.” ૬૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ * * * * . મહાવતો છે જ પાછું પુછવામાં આવે કે “મોક્ષ શેનાથી મળે?” તો બધા એક જ ઉત્તર આપશે કે તમામ કર્મોનો ક્ષયથી.” પાછું પુછવામાં આવે કે “તમારે ખરેખર શું જોઈએ છે?” તો બધા એક જ ઉત્તર આપશે કે “માત્ર ને માત્ર કર્મક્ષય! આત્મગુણોનો લાભ! આત્માના દોષોનો નાશ!” પાછુ પુછવામાં આવે કે “બીજું કંઈ જ ન મળે તો ચાલશે ને? તમારો મોક્ષ અટકી નહિ જાય ને ?” તો બધા એક જ ઉત્તર આપશે કે “ના, બીજું કંઈપણ ન મળે તો ચાલશે.” પાછું પુછવામાં આવે કે “તો શિષ્યો ન મળે તો ચાલશે? પ્રશંસાના શબ્દો ન મળે તો ચાલશે ? ગોચરીમાં અનુકૂળ વસ્તુઓ ન મળે તો ચાલશે ? મોટી વ્યાખ્યાનસભાઓ ન મળે તો ચાલશે ? ભક્તો મળવા ન આવે તો ચાલશે ? ગુરુનો ડાબો હાથ કે જમણો હાથ બનવા ન મળે તો ચાલશે? લોકપ્રિયતા-ગચ્છપ્રિયતા ન મળે તો ચાલશે? આમાંનું કંઈ ન મળે તો મોક્ષ કે નિર્જરા અટકી જ જાય એવું તો નથી ને ? “તો બધા એક જ ઉત્તર આવશે કે” ના, મોક્ષ માટે આમાંની એક પણ વસ્તુ અનિવાર્ય નથી.” બસ, જો આટલું સમ્યગ્દર્શન પ્રત્યેક સંયમી પાસે દઢ હોય તો એને ગુરુ પક્ષપાતી લાગે જ શી રીતે ? ગુરુ પક્ષપાતી લાગવામાં તો બધી બાહ્ય વસ્તુઓ જ કારણભૂત છે. અને એની તો આપણને જરુર જ નથી. તો ગુરુએ એ આપણને આપી તોય શું ? અને ન આપી તોય શું ? બોલો, ગુરુએ અમુકને વધુ કર્મનિર્જરા આપી દીધી અને આપણને ઓછી આપી એવું બન્યું? ગુરુએ અમુકને ક્ષમાગુણ વધારે આપી દીધો અને આપણને ક્રોધગુણ આપ્યો એવું બન્યું? ગુરુએ અમુકને છઠું ગુણસ્થાન વહેલું આપી દીધું અને આપણને ન આપ્યું એવું બન્યું? ગુરુએ અમુકના કામાદિદોષોનો નાશ કરી દીધો અને આપણા દોષોનો નાશ ન કર્યો એવું બન્યું? ભલા, આ બધું ગુરુના હાથમાં છે જ ક્યાં ? આ બધુ તો આપણા આત્માની પાત્રતાને આધીન છે. બાકી બધા પદાર્થો તો નિમિત્ત માત્ર છે. અને પક્ષપાતની ફરિયાદ કરનારાઓ પણ ભૌતિક વસ્તુઓની અપેક્ષાએ જ ફરિયાદ કરતા હોય છે ને ? “ગુરુ શા માટે પક્ષપાતી લાગ્યા ?” એ પ્રશ્નના ઉત્તરમાં ભોતિક વસ્તુઓનો જ ઉલ્લેખ થાય છે ને ? > એને શિષ્યો, વ્યાખ્યાન આપ્યા, મને શિષ્યો, વ્યાખ્યાન ન આપ્યા. એને બાજુમાં બેસાડ્યો, મને બાજુમાં ન બેસાડ્યો. એને જન જ ન -જન જા - - - - ૬૨ - - - - - - - - - - - - Page #64 -------------------------------------------------------------------------- ________________ * ! ગોચરીમાં બરાબર વપરાવ્યું, મને ન વપરાવ્યું. વિહારાદિમાં એને સાથે રાખ્યો, મને ન રાખ્યો. એને પદવી આપી, મને ન આપી. એને પોતાના મંત્ર-તંત્ર-યંત્રો આપ્યા, મને ન આપ્યા. એની સાથે કલાક સુધી રોજ વાતો કરે, મારી સાથે એક-બે મિનિટ પણ માંડ બોલે. એના કાર્યોની ખૂબ પ્રશંસા કરે, મારા કાર્યો તો જાણવાની પણ ફુરસદ નથી. એની પાસે ઓછા કામ કરાવે, મને વધારે મજુરી કરાવે. ← આવી આવી જ ફરિયાદો આવે ને ? પણ આ બધું તો તુચ્છ છે, મોક્ષ માટે બિનજરુરી છે. આના વિના મોક્ષ અટકતો નથી. તો આની નોંધ જ શા માટે લેવી જોઈએ ? પણ આની નોંધ લેવાય છે, માટે જ એ પોતાને ન મળ્યાનું દુઃખ થાય છે અને એની ફરિયાદ નોંધાવાય છે. પણ તો આનો અર્થ જ એ થયો કે આપણા મનમાં માત્ર મોક્ષ, માત્ર નિર્જરા જ નહિ, પણ આ બીજું બધું ઘણું બેઠું છે. ઘણી બધી ભૌતિક વસ્તુઓનો, કર્મોદયજન્ય વસ્તુઓનો આપણને મોહ છે. આપણી મોક્ષેચ્છા શુદ્ધતમ નથી. તો આ જ આપણો મોટામાં મોટો દોષ નથી ? મોક્ષ સિવાય, નિર્જરા સિવાય કશું જ ન ઈચ્છવાની આપણી ભીષ્મપ્રતિજ્ઞાનો ભંગ આપણે નથી કરી રહ્યા ? ગુરુને પક્ષપાતી કહેવાને બદલે આપણી આ વૃત્તિઓનો જ નાશ કરવાનો પુરુષાર્થ આદરો ને? જો કોઈપણ ભૌતિક સ્પૃહા નહિ હોય તો, જો માત્ર ને માત્ર મોક્ષ-આત્મગુણોદોષનાશ જ ઈષ્ટ હશે તો કદીપણ “મારા ગુરુ પક્ષપાતી છે” આ ફરિયાદ મનમાં પણ ઊભી નહિ થાય, તો એ ફરિયાદ બધાને ક૨વી અને છેવટે ગુરુને ત્યાગીને અલગ વિચરવાની તો વાત જ કયાં રહેશે ? ગુરુ ક્યારેક સાધર્મિકોને પૈસા અપાવડાવે છે. આપણને ક્યારેય પૈસા અપાવડાવતા નથી. ગુરુ શ્રીમંતોને દાનધર્મની પ્રેરણા કરે છે, આપણને કરતા નથી. ગુરુ વંદન માટે આવેલાઓને ધર્મલાભ કહે છે, આપણને કહેતા નથી. ગુરુ એ બધાને રોજ વાસક્ષેપ કરી આપે છે, આપણને રોજ વાસક્ષેપ કરતા નથી. ગુરુ માણસો વગેરેની જમવાદિની વ્યવસ્થા ગોઠવે છે. આપણી ગોઠવતા નથી... આ બધામાં ગુરુ આપણને પક્ષપાતી લાગ્યા ? નહિ જ. કેમ કે પૈસાની, દાનધર્મની, પ્રેરણાની, ધર્મલાભ શબ્દોની, રોજે રોજ વાસક્ષેપની કે ઘરોમાં જઈને જમી આવવાની આપણી ઈચ્છા જ નથી. એટલે એ બધા તરફ આપણું લક્ષ જતું નથી. ગુરુ પક્ષપાતી લાગતા નથી. ગુરુ ખરેખર પક્ષપાતી હોય, તો પણ ગુરુને પક્ષપાતી કહેનાર શિષ્ય તો મોહરાજનો પહેલા નંબરનો પક્ષપાતી છે, કે જેણે ધર્મરાજનો પક્ષ છોડીને મોહરાજના કહ્યા પ્રમાણે ચાલવાનું શરુ કર્યું છે. ૬૩ **** * Page #65 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો પ્રત્યેક સંયમી નિશ્ચય કરે કે “મારે ગુરુ પાસેથી શિષ્ય, વ્યાખ્યાન, પ્રશંસા, પદવી, ડાબા-જમણા હાથની બેઠક, બેકલાક વાતચીત... કશું જ જોઈતું નથી. ગુરુએ આ બધું જ બીજાને જેટલું આપવું હોય એટલું ભલે આપે. મારે તો માત્ર ને માત્ર ગુરુને પરતન્ત્ર રહેવું છે. એ રીતે ગુરુપારતન્ત્યની જિનાજ્ઞા પાળવી છે. એ રીતે મારા દોષોનો ક્ષય કરવો છે, ગુણો મેળવવા છે, સંયમ સફળ કરવું છે, સંસાર ખતમ કરી દેવો છે... બસ,બસ,બસ ! બીજું કંઈ જ મારે ન જોઈએ. મનમાં પણ હું બીજો વિચાર નહિ કરું. મને વિશ્વાસ છે કે આ જિનાજ્ઞાપાલન મને મારી મનગમતી વસ્તુ-મોક્ષ આપશે જ. પછી મારે ક્યાંય આઘાપાછા થવું નથી. ગુરુથી અલગ થવું નથી. અહીં રહીને સહન કરવાની, ગળી જવાની સાધના જ કરવી છે... (ગ) “ગુરુનો સ્વભાવ બગડી ગયો છે, નાની નાની વાતોમાં કચકચ કરે છે. માટે અમને ફાવતું નથી.” આવી ફરિયાદ કરનારા સંયમીઓની પાસે ઘણા સંસારીઓ મળવા આવતા હશે. કદાચ એમાંથી એ સંયમીઓના સગા ભાઈઓએ કે બીજાઓએ પણ સંયમીઓને આ વાત કરી હશે કે “પપ્પા-મમ્મીનો સ્વભાવ બગડી ગયો છે. નાની નાની વાતોમાં કચ કચ કરે છે. બધી બાબતમાં સલાહ આપવા જોઈએ. એટલે જ મારી ધર્મપત્ની સાથે પણ એમનો મેળ પડતો નથી. રોજરોજની આ માથાજીકથી હું તો કંટાળી ગયો છું. પપ્પા-મમ્મીનો સ્વભાવ સુધરે એ શક્ય જ નથી. આના કરતા હું પરિવાર સાથે જૂદો રહેવા જતો રહું તો રોજના ઝઘડા બંધ થાય. બધાને શાંતિ! પપ્પા-મમ્મી પણ શાંતિથી રહે...'' બોલો, ગુરુના વિપરીત સ્વભાવની ફરિયાદ કરનારા સંયમીઓએ પોતાના સગાભાઈ કે બીજા કોઈ સંસારીને આ વખતે શું જવાબ દીધો હશે ? એ બોલ્યા હશે ને ? કે “આ તું શું બોલે છે ? તું કપુત છે ? કે સપૂત ? મા-બાપે તને જન્મ આપ્યો, તને ભણાવી-ગણાવીને મોટો કર્યો. તારા માટે કેટલા કષ્ટો વેઠ્યા. આજે તું જે કંઈ છે, એ એમના પ્રતાપે છે. હવે આજે ઉંમરના કારણે એમના સ્વભાવમાં કંઈક દોષો ઊભા થયા હોય તો એ તારે સહન કરવા જોઈએ. એમને છેલ્લી ઉંમરમાં વધુ ને વધુ પ્રસન્નતા આપવી જોઈએ. તું કહે છે કે ‘તેઓનો સ્વભાવ બદલાતો નથી, બદલાવાનો નથી.' તો તું પણ એમના સ્વભાવને સહન નહિ કરી શકવા રૂપ તારો અસહિષ્ણુતાનો સ્વભાવ ક્યાં બદલે છે ? તેઓ પોતાનો ખરાબ સ્વભાવ ન છોડે, માટે ખરાબ. તું અસહિષ્ણુતા નામનો તારો સ્વભાવ ન છોડે તો તું ય ખરાબ જ ને ? તારી જાતને સારી કહેવડાવવી હોય તો તારો સ્વભાવ બદલ ને ? સહિષ્ણુ બની જા ને ? એમના સ્વભાવને સહન કરી લે ને ? ૬૪ Page #66 -------------------------------------------------------------------------- ________________ ના - - - - - - - - - ! --- ૯૯૦૯૯-૨૦૦૯ - - - - વળી તને ખબર છે? જેમ એમના સ્વભાવમાં દોષો છે, એમ તારા સ્વભાવમાં પણ કિંઈ ઓછા દોષો નથી. આજે તું ૩૦ વર્ષનો થયો. તો ૩૦ વર્ષ સુધી તારી ઘણી વિચિત્રતાઓ મા-બાપે સહન કરી જ ને ? એમણે કદી તારા માટે ફરિયાદ કરી કે “આ દીકરાનો સ્વભાવ વિચિત્ર છે. આપણે એને કાઢી મૂકો...” તારા પ્રત્યેના સ્નેહભાવથી તારા બધા સ્વભાવ દોષો ૩૦-૩૦ વર્ષ સુધી એમણે સહન કર્યા છે. એ વાત તું કેમ ભૂલી જાય છે ? આજે હવે એ વૃદ્ધ થયા છે, છેલ્લા વર્ષોમાં એમને સાચવી લેવા એ તારી જવાબદારી છે. યાદ રાખજે ! જો એમની હાય લઈશ, તો જીંદગીમાં સુખી નહિ થાય. તારી પત્નીને કહી દે કે “પહેલા મારા મા-બાપ! પછી તું ! તારું ધાર્યું નહિ થાય. માબાપની સેવા ન કરવી હોય તો પિયરે ચાલી જા.” આવું આવું સંસારી ભાઈને કે બીજાઓને આ સંયમીએ સમજાવ્યું હશે ને ? તો આ જ વાત શું આ સંયમીએ જાતે પણ સમજવાની જરુર નથી ? ગુરુએ દીક્ષા આપવા દ્વારા તમને સંયમજીવનમાં જન્મ આપ્યો ને ? એ ઉપકાર શું નાનો છે ? લાખો માતાઓ ગર્ભપાત કરાવીને દીકરાને જન્મવા જ નથી દેતી, એમ આ ગુરુએ મુમુક્ષુપણામાંથી જ તમને પાછા કાઢ્યા હોત તો? દીક્ષા ન આપી હોત તો? આજે ગુરુની ફરિયાદ કરવા માટે તમે હાજર જ ન હોત. દીક્ષા પછીના દિવસો, મહિનાઓ, વર્ષો તો યાદ કરો. તમને જોગ કરાવ્યા, ગોચરી-પાણી લાવી લાવીને વપરાવ્યા, વિહારમાં પણ સાથે રહ્યા, માંદા પડ્યા તો તમારા માત્રા-સ્થડિલાદિ પણ એ ગુરુએ પરઠવ્યા, તમને ભણાવ્યા, સેંકડો ગાથાઓ ગોખાવડાવી, એ માટે પોતે સમયનો ભોગ આપ્યો, વારંવાર પ્રેરણા કરતા રહ્યા. સંયમનાં આચારોમાં તમને સ્થિર કરતા રહ્યા, એ રીતે તમને સંયમી, જ્ઞાની, તપસ્વી બનાવ્યા. લોકમાં પૂજનીય બનાવ્યા. દીક્ષા બાદ પણ જો ગુરુ તમને કાઢી મૂકત તો તમે કેવી રીતે જીવત ? - આજે તમે પગભર થયા, તમારું ગ્રુપ બની ગયું. એકલા વિચરવાની આવડત અને હિંમત આવી ગઈ એટલે તમને ગુરુની કચકચ ભારે લાગે છે ને ? કબૂલ છે કે ગુરુના સ્વભાવમાં કચકચ કરવાની વિચિત્રતા આવી હશે, ગુરુ કંઈ ને કંઈ ટકોર કર્યા કરતા હશે. પણ એટલા માત્રથી એમનો અનંત ઉપકાર મટી જાય છે શું ? એ ગુરુ તરીકે અપાત્ર બની જાય છે શું ? રે! તમારા સ્વભાવમાં પણ શું જાત-જાતના દોષો ન હતા? તો એ બધા જ દોષોને ગુરુએ આટલા વર્ષો સુધી સહન કરીને પણ તમને સાચવ્યા ને ? તો આજે તમે એ ગુરુના લાલ ગાલ લાલ ૯૯ - - - - - - - ૬૫ - ૨૯ ૦૯-૦૯ - - - - - - - - - - Page #67 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો સ્વભાવ-દોષને સહન કરી ન શકો ? એમની કહેવાતી કચકચને સમભાવે ગળી ન શકો ? એમના પ્રત્યેના અપૂર્વ બહુમાનભાવને અકબંધ જાળવી ન શકો ? જો મા-બાપને છોડી દેનારા દીકરાઓ કપૂત કહેવાય, તો ગુરુને આ રીતે ત્યાગી દેનારા શિષ્યો કુશિષ્ય-કુસાધુ ન કહેવાય ? રે! ખાનદાન સપૂતો તો પાગલ થઈ ગયેલા અને એટલે જેમ તેમ લવારો કરતા મા-બાપને પણ ભગવાનની જેમ સાચવે છે. તો તમે તમારા સારા-ડાહ્યા છતાં અમુક સ્વભાવદોષવાળા ગુરુને ભગવાનની જેમ કે છેવટે ગુરુની જેમ જ સાચવી ન શકો ? તમે તમારા સંઘાટકોને - શિષ્યોને કહી દો કે “તમે બધા પછી છો. પહેલા મારા ગુરુ ! એને છોડીને મારે ક્યાંય જવું નથી. તમારે મારા ગુરુની સેવા કરવી જ પડશે. તમને એ મંજૂર ન હોય તો તમે જઈ શકો છો, પણ હું તમારી સાથે નહિ...” વળી તમે તમારી દૃષ્ટિએ જ બધો વિચાર કર્યો છે, પણ ક્યારેય પણ એવો વિચાર કર્યો છે ખરો કે “અમે બધા આ રીતે ગુરુને છોડી જઈશું તો ગુરુની હાલત શું થશે ?" ગુરુ ધીરે ધીરે મુંઝાશે “મારી સાથે રહેવા કોઈ તૈયાર નથી. હવે મને કોણ સાચવશે ? ઘડપણ નજીકમાં છે, ત્યારે મને સમાધિ કોણ આપશે ? મારું શરીર હવે નબળું પડતું જાય છે. મારાથી વિશેષ કામ થતા નથી. તો ગોચરી-પાણી-કાપ-ઉપધિ ઉંચકવી... વગેરે બધું કેવી રીતે થશે ? રે ! બધા મને પૂછશે કે “તમે કેમ એકલા છો ? તમારા તો ઘણા શિષ્યો છે, એ બધા ક્યાં ગયા ? તમારી સાથે નથી રહેતા એ બધા ?” ત્યારે હું શું જવાબ દઈશ ? લોકો તો મારા જ દોષો કાઢશે. હું અનાથ બની જઈશ. અરે ભગવાન ! મારું શું થશે ?... ગુરુનો માનસિક ત્રાસ ગુરુનો માનસિક તનાવ ગુરુનો માનસિક આઘાત કેટલો બધો હશે, એની કલ્પના કરી તમે ? શું એમાં નિમિત્ત બનનારા તમે સુખી થશો ? સંયમમાં સફળતા પામશો ? ગુરુની આ ‘હાય’ તમારા જીવનમાં ‘હાશ’ ને પેસવા દેશે ખરી ? ગુરુના સ્વભાવદોષને વાતે વાતે આગળ કરનારા શિષ્યોએ શાંતચિત્તે ઉપરની બાબતો વિચારવી જોઈએ, એમણે પોતાના મા-બાપ સાથે આવું વર્તન કરનારા ભાઈભાભી વગેરે સાથેનો પોતાનો વાર્તાલાપ આ જગ્યાએ પણ અક્ષરશઃ પોતાની જાતને જ સંભળાવવો જોઈએ. (ઘ) જે વાત ગુરુના કચકચ કરવાના સ્વભાવ અંગે કરી, એ જ વાત ગુરુના ક્રોધ ૬૬ *** Page #68 -------------------------------------------------------------------------- ________________ ! અને કડવાશ અંગે પણ સમજવાની છે. આપણી પાસે એના ઢગલાબંધ દૃષ્ટાંતો મોજુદ છે. ચંડરુદ્રાચાર્યના ભયંકર ક્રોધને કોણ નથી જાણતું ? છતાં એમના શિષ્યે એમને છોડ્યા નથી. ક્રોધ અને કડવાશને ગળે ઉતારી છે, કેવલજ્ઞાન મેળવ્યું છે. કુરગડુ મુનિ પ્રત્યેનો ચાર ગુરુભાઈઓનો ક્રોધ અને કડવાશ શું ઓછા હતા ? એમણે બધું સહી લીધું. હવે એ જો ગુરુભાઈઓના ક્રોધ-કડવાશને સહી શકે તો આપણે ગુરુના ક્રોધ-કડવાશને ન સહી શકીએ ? ક્ષમાગુણ સિદ્ધ કરવાની અનોખી સાધનામાં ક્રોધી-કડવા ગુરુ અત્યંત સહાયક છે. આવી સામાન્ય વાત પણ શું હોંશિયાર સંયમીઓને સમજાવવી પડે ખરી ? (ચ) અને (છ) ની ફરિયાદો તો નક્કી સ્વાર્થ ભાવનાથી, દુર્ગંધથી ભરેલી છે. ગુરુ ગ્લાન છે, ગુરુ વૃદ્ધ છે એ તો શિષ્યો માટે વૈયાવચ્ચ ક૨વાનો અતિ અતિ અણમોલ અવસર છે. એવા વખતે એમને પડતા મૂકવા, ગૃહસ્થોને સોંપી દેવા, વૃદ્ધાશ્રમોમાં મૂકી દેવા એ તો સંસારીઓને પણ ન શોભે તો સાધુને તો શોભે જ શી રીતે ? વૃદ્ધ કે ગ્લાન ગુરુને મૂકીને ચાલ્યા જવું “બીજા સંભાળશે, મારી જવાબદારી થોડી છે ?” એવા વિચાર કરવા એ તો અતિઘોર કક્ષાની કૃતઘ્નતા કહેવાય. જેઓ આવા વિચારો કરે એને હવે વધુ તો શું કહેવું ? તેઓ શાનમાં જ સમજે તો ઘણું. (જ) ની ફરિયાદ છે “વ્યાખ્યાન, શિષ્યો, ભક્તો વગેરે વસ્તુઓ ગુરુ પાસે રહેવાથી નથી મળતી.” ભલા જીવ! તો શું આના માટે દીક્ષા લીધી છે આપણે ? આ ક્યાં ઊંધા ચક્કરમાં પડી ગયો તું ? આ તો સાધુજીવનમાં જ નવો સંસાર ઊભો કરવાની પલોજણમાં પડ્યો તું ! સંસારીઓ. ઈચ્છે છે કે ‘આપણો ધંધો બરાબર જામે', તું ઈચ્છે છે કે ‘આપણું વ્યાખ્યાન બરાબર જામે’ સંસારીઓ ઈચ્છે છે કે ‘આપણા બે-ચાર દીકરા હોય', તું ઈચ્છે છે કે ‘આપણા સારા-મજાના શિષ્યો હોય', સંસારીઓ ઈચ્છે છે કે ‘આપણી ઓળખાણ મોટી-લાંબી હોય', તું ઈચ્છે છે કે ‘આપણા ભક્તો જોરદાર હોય.' નથી સંસારમાં આત્મશુદ્ધિની ઝંખના! નથી આ સાધુવેશમાં આત્મશુદ્ધિની ઝંખના! બેય સરખા જ ને ? જો ખરેખર તું મોક્ષાર્થી હોય, સાચો સંયમી હોય તો આ બધી લાલસાઓ ત્યાગી ૬૭ Page #69 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો દે, મનમાં એ ભૂત ફરી ન ઘૂસે એ માટે પ્રતિજ્ઞા જ લઈ લે કે ‘ગુરુ સામેથી મને ન કહે ત્યાં સુધી મારે વ્યાખ્યાન, શિષ્યો કે ભક્તોની જંજાળમાં પડવાનું જ નહિ.’ આ પ્રતિજ્ઞા જ હશે તો પછી મનમાં એ અંગેના સંકલ્પવિકલ્પો ટળી જશે. તું લાગી પડ ગુરુસેવામાં, વાસનાઓના વિનાશને માટે ! તું ચોંટી જા ગુરુચરણોમાં, ગૌતમસ્વામી જેવી ગુણસમૃદ્ધિ આત્મસાત કરવા કાજે! તું લીન બન ગુરુસાન્નિધ્યમાં, દોષોના સાન્નિધ્યમાંથી છૂટવા માટે! તું તને ભૂલી જા, તું તારું વિસર્જન કરી દે, તું તારુ અસ્તિત્વ જ મીટાવી દે. બસ, એક જ ભાવ! આ મારા દીક્ષાદાતા ગુરુ! આ મારા અનંતોપકારી ગુરુ! આ મારા તરણતારણહાર ગુરુ! આ મારું સર્વસ્વ ગુરુ! આ મારા દેવાધિદેવ ગુરુ! જ્યાં સુધી એ આ ધરતી પર વિદ્યમાન છે, ત્યાં સુધી એમની મન ભરીને સેવા કરીશ. મારે એમની પાસેથી કંઈ જ જોઈતું નથી રે ! એમણે દીક્ષા આપી, એમાં જ એમણે મને બધું આપી જ દીધું છે. તો હવે મારે બીજી કઈ વસ્તુની અપેક્ષા રાખવી ? બસ, એમના ઉપકારનો કંઈક બદલો વાળવા માટે મારે એમને મારા તરફથી વધુને વધુ શાતા આપવી છે. ઓ વર્તમાન સંયમીઓ! ભૌતિક વિકાસને જ જોનારી ચામડાની આંખોને બંધ કરીને આધ્યાત્મિક વિકાસને જોનારી અંદરની આંખોને ખોલીએ, ગુરુસેવામાં ગુરુ પારતન્ત્યમાં - ગુરુ પાસે જ રહેવામાં ભલે કદાચ વ્યાખ્યાન, શિષ્યો, ભક્તો વગેરે ભૌતિકસમૃદ્ધિ ન મળે, પણ આધ્યાત્મિક સમૃદ્ધિ તો ખોબે-ખોબા ભરીને જ નહિ, કોથળે કોથળા ભરીને મળશે. આપણે ભૌતિકસમૃદ્ધિની ભીખ માંગનારા ભિખારી મટી જઈએ. આમ પણ ભૌતિક સમૃદ્ધિની ભૂખ કદી ભાંગતી જ નથી, એ તો ખન્ના લાહો તહા લોહો એ ન્યાયે સતત ને સતત વધતી જ રહેવાની. જો વર્તમાન સંયમીઓ આ બધી ફરિયાદો બંધ કરીને કરેમિ ભંતે ! સૂત્રના આ સંબોધનના અવ્વલ કોટિના સારને જીવનમાં અપનાવે, ગુરુને મન-વચન-કાયાથી સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય તો શ્રમણસંસ્થાની કાયાપલટ થઈ જાય. શાસનને થતા હજારો નુકસાનો પળવારમાં અટકી પડે. ગુરુજનોને ઊભી થયેલી ચિંતાઓ પળવારમાં નાશ પામે. ગુરુ-શિષ્યના સંબંધોમાં પડેલી તિરાડો પળવારમાં સંધાઈ જાય, ભૂંસાઈ જાય... એક બે નહિ, હજારો વીરગૌતમની જોડીઓ આ ભરતક્ષેત્રમાં જન્મ લે. ૬૮ **** X Page #70 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરદેવના નિર્વાણને ૨000 વર્ષ ગયા બાદ જિનશાસનનો અભ્યદય થવાની જે વાત હજારો વખત આપણે બધાએ સાંભળી છે. એ વાત પ્રત્યક્ષ આપણને સૌને નિહાળવા મળે. અહીં આ સંબોધનનો સંદેશ “ગરપારતત્ય કેળવો” પૂર્ણ થાય છે. કોઈકને કદાચ એમ પણ પ્રશ્ન થાય કે “મહાવ્રતોના વર્ણનમાં આ વળી ગુરુપારતત્યનું આટલું બધું વર્ણન કરવાની શી જરુર?” પણ એમને કહેવાનું કે મહાવ્રતો રૂપી વિશાળ મહેલનો પાયો આ ગુરુપારતન્ય છે. જો પાયો ઢીલો, તો મહેલને પડી જતા વાર નહિ. ગુરુપારતન્ય વિના સમ્યકત્વ જ ન હોઈ શકે એવી તો શાસ્ત્રકાર મહર્ષિઓની સ્પષ્ટ વાત છે, તો પછી એના વિના ચારિત્રરૂપ મહાવ્રતો તો ન જ હોય ને ? એટલે મહેલનું ચણતર કરતા પહેલા આ પાયાનું ઘડતર અતિ-અતિ વધુ આવશ્યક છે અને એમાંય જ્યારે વર્તમાનકાળમાં એ પાયો જ તૂટી રહ્યો છે, ગુરુને છોડી છોડીને એક યા બીજા બહાને સંયમીઓ (ભલે સારો આશય કહેવાતો હોય તો પણ) જુદા વિચરતા દેખાય છે... ત્યારે તો આ પદાર્થ ઉપર વધુ વજન મૂકવું અત્યંત જરૂરી છે. જો સંયમીઓ આ વાત નહિ સમજે તો ગુરુપારતયના અભાવે તેઓ ગમે એટલા ઉંચા આચારો પાળવા છતાં પણ સંયમપરિણામ નહિ પામે, એ બધા આચારોનું પાલન, ઘોર કષ્ટો એમના માટે લગભગ નિષ્ફળ બની રહેશે. એટલે જ, માસક્ષમણ પછી, તીર્થયાત્રાઓ પછી, મહાવ્રતોનું પાલન પછી, સ્વાધ્યાયનો મંગલઘોષ પછી, શાસન પ્રભાવનાના કાર્યો પછી, વ્યાખ્યાનો પછી... - પહેલા તો ગુરપારતન્ય! એનો જ આદર! એનો જ પુરુષાર્થ! એનું જ ચિંતન! એનું જ આચરણ!. . - આ રીતે આ પાયો મજબૂત બનશે, તો મહાવ્રતો રૂપી મહેલ વજ જેવો અભેદ્ય બની રહેશે. વિકૃતિના વાવાઝોડાઓ પણ એની કાંકરીને પણ ખેરવી નહિ શકે. દેશ Page #71 -------------------------------------------------------------------------- ________________ X ૫. સામાણ્યું * “હે ભંતે! હું સામાયિક કરું છું.” આ પ્રતિજ્ઞા લેવામાં આવે છે. તેમાં સામાવં નો અર્થ શું ? એ હવે આપણે વિચારવાનું છે. સામાણ્યું એ પ્રાકૃત શબ્દ છે. નિર્યુક્તિ-ભાષ્ય-વૃત્તિકા૨ મહર્ષિઓ આ શબ્દના ત્રણ અર્થો દર્શાવે છે. साम्नः इकं सामायिकं समस्य इकं सामायिकं सम्यक् इकं सामायिकं એમાં સામ એટલે શું ? સમ એટલે શું ? સમ્યક્ એટલે શું ? એટલે શું ? એ આપણે જોવાનું છે. વૃત્તિકાર મહર્ષિ હરિભદ્રસૂરિજી એની વ્યાખ્યાઓ દર્શાવે છે કે ૬. આત્મનીવ પરવુ: વારાપરિળામો ભાવસામ પોતાને જેમ દુ:ખ ન થવું. જોઈએ, એમ કોઈને પણ દુઃખ ન થવું જોઈએ, એવો પરિણામ = અધ્યવસાય = પરિણતિ એ સામ ૨. અનાસેવનયા રાદેષમધ્યતિત્વ સમ રાગદ્વેષ ન કરવા રૂપે એ બંનેની મધ્યવર્તી બનવું તે સમ. સર્વત્ર આત્મનસ્તુત્યરુપેળ વર્તન સમં દરેક પદાર્થોમાં જીવે એક સરખી રીતે વર્તવું તે સમ. રૂ. જ્ઞાનવર્શનારિત્ર્યયોનનું સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્રનું મિલન તે સમ્યક્ હવે રૂ શબ્દનો અર્થ દર્શાવે છે. આત્મામાં પ્રવેશ કરાવવો એ ફ । આત્મનિ પ્રવેશનમ્ સાર એ છે કે ૧, જેમ ‘મને કંઈપણ દુઃખ ન પડવું જોઈએ’ તેમ ‘કોઈપણ જીવને કંઈ પણ દુઃખ ન પડવું જોઈએ' એવા પરિણામને આત્મામાં પ્રગટાવવો એ સામાયિક. ૨. સારા કે નરસા કોઈપણ પદાર્થોમાં રાગદ્વેષ ન કરવા અને મધ્યસ્થ રહેવું... આવો માધ્યસ્થ્ય પરિણામ આત્મામાં પ્રગટાવવો એ સામાયિક. ૩. સમ્યગ્-જ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્પારિત્ર આ ત્રણેયને આત્મામાં પ્રગટાવવા એ સામાયિક. ૭૦ **** Page #72 -------------------------------------------------------------------------- ________________ - - - - - જા જા જા. સાથે આ જ જજ આમ વૃત્તિકારશ્રીના શબ્દો પ્રમાણે આપણે સામાયિકશબ્દનો સામાન્યથી ભાવાર્થ જોઈ લીધો. હવે આ સામાયિક શબ્દના ત્રણેય અર્થોનો વિસ્તારથી અર્થ વિચારીએ. એ પહેલા એ વાત બરાબર ધ્યાનમાં લેવી કે પ્રવ્રખ્યાયા: જ્ઞાનો પ્રતિપત્તિરૂપત્નીનું એ પંક્તિ પ્રમાણે આપણે પૂર્વે વિચારી ગયેલા કે દીક્ષા એ મુખ્યત્વે જ્ઞાનયોગપરિણતિ સ્વરૂપ છે. ત્યાં ક્રિયા છે પણ પરિણતિના અનિવાર્ય સાધન રૂપે જ ત્યાં ક્રિયા ઉપયોગી છે. જે ક્રિયા શુભપરિણતિને સાધી ન શકે, એ ક્રિયાનો ત્યાગ કરવો, એવું સ્પષ્ટ ગણિત સાચી પ્રવ્રજયામાં હોય છે. આમ દીક્ષા એ પરિણતિરૂપ છે. દીક્ષા એ જીવના શુભાધ્યવસાય રૂપ છે. અને એ વાત ઉપર દર્શાવેલા સામાયિકના ત્રણેય અર્થોમાં સ્પષ્ટપણે જોવા મળે છે. ત્રણેય અર્થોમાં આત્માની તેવા તેવા પ્રકારની પરિણતિને જ સામાયિક તરીકે દર્શાવેલી છે અને એ વાત વાસ્તવિક છે. એટલે સાયં શબ્દના અર્થ અંગેની વિચારણામાં મુખ્યત્વે આપણે નિશ્ચયનયને માન્ય ચારિત્રની વિચારણા કરશું. વ્યવહારનું ચારિત્ર શું? એ કેટલું ઉપયોગી ? કેવી રીતે ઉપયોગી ? એ આખી વાત આગળ વિચારશું. (१) आत्मनीव परदुःखाकरणपरिणामो सामायिकं : મારે બીજા કોઈપણ જીવને દુઃખ દેવું નથી.” એવો જે આત્માનો પરિણામ એ સામાયિક છે. પણ આ પરિણામ નબળો હોય તો ન ચાલે. એટલે જ એ પરિણામ કેવો હોવો જોઈએ ? એ દર્શાવવા માટે જ માત્મનીવ શબ્દ મુકવામાં આવેલો છે. - ' મને દુઃખ ન પડવું જોઈએ. આવો પરિણામ કેટલો તીવ્ર હોય અને એટલે જ પોતાને દુ:ખ ન પડે એ માટેનો પ્રયત્ન પણ કેવો જોરદાર હોય, પોતાને દુઃખ પડે તો એનું નિવારણ કરવાનો પ્રયત્ન પણ કેવો જોરદાર હોય?.. બસ એ જ રીતે “મારા નિમિત્તે બીજાને દુઃખ પડવું ન જોઈએ’ એ પરિણામ પણ એટલો જ તીવ્ર જોઈએ અને એટલે જ - પોતાના નિમિત્તે બીજાને દુ:ખ ન પડે એ માટેનો પ્રયત્ન પણ એટલો જ જોરદાર હોય. દુઃખો ત્રણ પ્રકારના છે. (૧) શારીરિક (૨) માનસિક (૩) આત્મિક. જીવ પોતાને આ ત્રણેય દુઃખો કોઈપણ ભોગે ઉત્પન્ન ન થાય એ માટેના તીવ્રપરિણામવાળો હોય છે. તો સાધુ પોતાના નિમિત્તે કોઈપણ જીવને આ ત્રણમાંથી એકેય દુઃખ ઉત્પન્ન ન થાય એ માટેના તીવ્ર પરિણામવાળો હોય. આવો પરિણામ હોવાથી જ જીવ પોતાને કોઈપણ પ્રકારનું દુઃખ ઉત્પન્ન ન થાય ----------૯૯-૯ - ૭૧ ૯-૯-૪૯૯ ----------- Page #73 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો એ માટેનો સખત પુરુષાર્થ કરવાનો જ. તો એ જ રીતે સાધુ પણ પોતાના નિમિત્તે કોઈપણ જીવને કોઈપણ પ્રકારનું દુ:ખ ન પહોંચે એ માટેનો સખત પુરુષાર્થ કરવાનો જ. શારીરિક દુખ ઃ ક્યારેક કાંટાળા રસ્તે ચાલવાનું આવે, ત્યારે ‘એકપણ કાંટો મને લાગવો ન જોઈએ' એવો ભાવ હોય છે. એટલે જ સાચવી સાચવીને એક એક ડગલું મુકતા હોઈએ છીએ. આમ છતાં પણ જરાક પણ કાંટો વાગે કે તરત જ ચીસ પાડી દઈએ, પગ ઉંચો કરી લઈએ, મોઢા ઉપર વેદનાની રેખાઓ તરત ઊભી થઈ જાય. પગમાં કાંટો વાગવાથી આપણને જેટલી પીડા થાય, એના કરતા તો લાખગણી પીડા આપણો પગ ખેડાયેલા ખેતરોની સચિત્ત-મિશ્ર માટી પર પડે ત્યારે કે રસ્તામાં ઢોળાયેલા કાચા પાણી ઉપર પડે ત્યારે કે ઘાસ વગેરે ઉપર પડે ત્યારે એ માટીના, એ પાણીના, એ ઘાસના જીવોને થતી હોય છે. હવે જો આપણામાં સામાયિક હોય તો ‘જાતને કાંટો ન જ વાગવો જોઈએ’ એવા વિચાર જેવો જ દઢ વિચાર ‘મારો પગ સચિત માટી પર, કાચા પાણી પર કે ઘાસ ઉપર ન જ પડવો જોઈએ' એવો હોવો જોઈએ. અને એટલે જ કાંટો ન વાગી જાય એનો પુરુષાર્થ કેટલો બધો ? એ જ રીતે આપણો પગ આ માટી, પાણી કે ઘાસ ઉપર ન પડી જાય એ માટેનો હોવો જોઈએ. કાંટાના રસ્તે કાંટા છૂટા-છૂટા હોવાથી પગ મૂકીને જવાય છે, માટે એ જોખમ લઈએ છીએ, પણ ધારો કે ભરચક કાંટાઓ ભરેલા હોય તો ? તો તો આખો રસ્તો છોડી દસ કિ.મી. ફરીને જવું પડે તો પણ એ કબૂલ કરશું ને ? તો એ જ રીતે જ્યાં પાણી કે માટી કે ઘાસ ઉપ૨ પગ પડવાનો જ હોય, એવા રસ્તાને તો આપણે છોડી જ દઈશું ને ? થોડુક ફરીને જવું પડે પણ એ થોડોક લાંબો વિહાર જ આપણે અપનાવશું ને ? સામાયિકપરિણામ હોય તો કાંટાઓથી બચવા ૧૦ કિ.મી. વધુ ચાલવાની તૈયારીની જેમ જ પૃથ્વી, પાણી કે વનસ્પતિને બચાવવા પણ ૧૦ કિમી. વધુ ચાલવાની તૈયારી હોય જ. ઉનાળામાં ભરબપોરે લગભગ બહાર નીકળતા નથી, ઉપાશ્રયની ગરમ ગરમ અગાસી ઉપર બે મિનિટ પણ ઊભા રહેતા નથી. “મને તાપ લાગે છે, મારું શરીર બળે છે...” એ ભાવ એટલો તીવ્ર હોય છે કે એ તાપથી જાતને બરાબર બચાવીએ છીએ. જો સૂર્યના કિરણોની ગરમી આપણા માટે અસહ્ય છે, તો ગેસની કે ચૂલાની અગ્નિની ગરમી પાણીના જીવોને, શાકભાજીના જીવોને, કાચા મીઠાના જીવોને કેટલી ભયંકર પીડા આપનારી હશે ? સૂર્યની ગરમીથી આપણે પીડા પામીએ છીએ, પણ મરી નથી જતા. પણ ગેસની કે ચૂલાની અગ્નિથી એ અસંખ્યજીવો તો મી જ જાય છે. તો ૭૨ Page #74 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * એ સમયે જે આપણી પીડા કરતા તો એમની પીડા લાખ ગણી ખરી જ ને ? એટ્લે જ જો સામાયિક પરિણામ હોય તો વાતાવરણની ગરમીથી જાતને બચાવવાની જેમ જ ગેસની કે ચૂલાની આગથી એ પૃથ્વી-પાણી-વનસ્પતિને બચાવવાની તીવ્ર ભાવના હોય જ અને એટલે જ જેમ એ જીવ ભરતડકામાં બહાર ઊભો ન રહે... એમ એ જીવ પોતાના નિમિત્તે એ જીવો મરે એ ચલાવે જ નહિ. અર્થાતુ આધાકર્મી ગોચરી-પાણી એ કરાવી ન શકે. “હાય! મારા માટે મારે આ જીવોને આગમાં બાળી નંખાવવાના? ના, ના, ના ! હું સહન કરીશ, નિર્દોશ ગોચરી માટેનો સખત પુરુષાર્થ કરીશ. પણ મારા નિમિત્તે અસંખ્યજીવોને આગમાં બળી મરવા નહિ દઉં. આધાકર્મી નહિ વાપરું...” આવું તો સંયમીના રોમેરોમમાં વસેલું હોય. આવો ભાવ જ સામાયિક પરિણામ છે. રસ્તામાં હજારો વાહનો દોડતા હોય છે, એમાંથી એક પણ વાહન આપણને અથડાઈ જાય તો કદાચ આપણે ચગદાઈ મરીએ, હાથ-પગ કપાઈ જાય, લોહીની તો જાણે નદી વહે... આ બધા દુઃખોથી જાતને બચાવવાનો આપણો પરિણામ જોરદાર જ હોય છે. “મારો એકસીડન્ટ ન થવો જોઈએ. હું આવા દુ:ખો સહન ન કરી શકું. એ માટે હું સાચવીને ચાલીશ. એક પણ વાહન મને અથડાઈ ન જાય. એ માટે બે-બે કલાકના વિહારમાં પણ ભારે સાવધ રહીશ...” જાતને બચાવવાનો આવો પરિણામ અને આવી પ્રવૃત્તિ આપણી હોય જ છે ને ? આ તો આપણી સાથે રાખેલી સાઈકલથી, લારીથી, રીક્ષા કે ગાડીથી રસ્તા ઉપર કેટલાય કીડી-મંકોડા-કુતરા વગેરેના મૃત્યુ શું ન થાય? કલ્પના તો કરો કે એક આખી ટ્રક આપણા ઉપરથી જ પસાર થઈ જાય, આપણે આખા ને આખા ચગદાઈ જઈએ, તો એ વખતની પીડા આપણને કેવી હોય? કલ્પના કરતાય ધ્રુજારી છૂટે ને ? તો એ જ રીતે સાઈકલ, લારી, ટેમ્પા નીચે ચગદાઈ જતા એ ત્રસજીવોની હાલત શું થતી હશે ? સામાયિકવાળો આત્મા તો આવી હિંસા પોતાના નિમિત્તે થતી જોઈ જ કેમ શકે ? એના બદલે એ જાતે બધી ઉપાધિ ઉંચકે, વધારાની ઉપધિ શક્ય એટલી ઘટાડી દે... પણ સાઈકલ, લારી, ટેમ્પો કશું ન રાખે, પોતાના નિમિત્તે એક નાનકડુ વાહન પણ દોડે એ એને ન પરવડે. | ભયંકર ગરમીમાં પવન ખાવા માટે પૂંઠ હલાવવામાં આવે તો વાયુકાયના જીવોને તો જાણે કે કોઈ ધોકા મારતું હોય એવો ત્રાસ થાય. સંયમી તો “મને કોઈ ધોકા મારે તો?” એ વિચારથી જ ધ્રુજી ઊઠે અને ગરમીમાં પણ પૂંઠું નાંખવાનો વિચાર પણ ન કરે. ટૂંકમાં જે જે જીવહિંસાના પ્રસંગો હોય તે દરેક જગ્યાએ પરજીવોના સ્થાને એને નાનાલાલ------------------ ૭૩ ૦૯- -------------- Page #75 -------------------------------------------------------------------------- ________________ ---------------------- મહાવતો ------------------- પોતાની જાત જ દેખાય અને એટલે જ એ જીવહિંસાની પ્રવૃત્તિ એ કરી જ ન શકે. આવી જીવદયાની પરિણતિ આપણે અનુભવી ન હોય તો એનો અર્થ એવો નથી કે જગતમાં કોઈને આવી પરિણતિ ન જ હોય પેલા બાલમુનિ ધનશર્મા ! ભયંકર તરસ લાગી, મોત નજર સામે દેખાણું, નદીનું કાચું પાણી પી લે તો બચી જાય, પણ “મારે અસંખ્યજીવોને મારી નાખવાના ? ના, ના ! હું મરી જાઉં.” અને એ પાણી પી ન જ શક્યા. ધગધગતી રેતીમાં સમાધિપૂર્વક ભયંકર પીડા સહન કરતા કરતા કાળધર્મ પામ્યા. પેલા ધર્મરુચિ મુનિરાજ ! કડવું ઝેર બની ગયેલું તુંબડીનું શાક ગુર્વાજ્ઞાથી પરઠવવા જતા હતા, એકાદ ટીપું ઢોળાયું, ત્રસજીવો દોડ્યા, મર્યા... એ જોઈને ધ્રુજી ઉઠ્યા. “આટલા બધા ત્રસજીવો મારા નિમિત્તે મરશે... ના, ના! એના કરતા આ બધું શાક હું ખાઈ લઉ” અને મોત મીઠું કરી લીધું, પણ અઢળક ત્રસ જીવોને બચાવી લીધા. આવા તો ઢગલાબંધ મહામુનિઓએ પોતાના આવા ચારિત્રપરિણામો દ્વારા જિનશાસનને શોભાવ્યું છે. પ્રભુવીરના નિર્વાણ બાદ કંથવાઓની ઉત્પત્તિ થઈ, તો સેંકડો સાધુઓએ એ ત્રસજીવોની વિરાધનાદિથી બચવા અનશનનો સ્વીકાર કર્યો. આર્ય વજસ્વામી, એમના સાધુઓ અને એમાંય બાળમુનિએ દુષ્કાળમાં ગોચરી સંબંધી વિરાધનાઓ, દોષોથી બચવા માટે અનશનનો સ્વીકાર કર્યો. શક્તિસંપન્ન મહાત્માઓ ચોમાસામાં નિગોદ-પાણી-ત્રસાદિ જીવોની વિરાધનાથી બચવા માટે ચાર-ચાર મહિનાના ઉપવાસ કરી લેતા, ન ગોચરી-ન પાણી – ન ઠલ્લેખાડ્યું! જાતને દુ:ખ પડે તો જેટલી મોટી ચીસ પાડવામાં આવે, એટલી જ મોટી ચીસ આ મહાત્માઓ પોતાના નિમિત્તે જગતના જીવો ઉપર પડતા દુઃખો જોઈને પાડે, પડી જાય. જાતને બચાવવા માટે જેટલો સખત પુરુષાર્થ કરવામાં આવે, એટલો જ સખત પુરુષાર્થ આ મહાત્માઓ પોતાના નિમિત્તે જગતના જીવોને ત્રાસ થતો અટકાવવા માટે કરે. માનસિક દુઃખઃ પોતાના નિમિત્તે બીજા કોઈપણ જીવને માનસિક દુઃખ ઉત્પન્ન ન થાય, એ માટે સાચો સાધુ અત્યંત જાગ્રત હોય. કોઈ મારી નિંદા કરે અને મને એ ખબર પડે તો મને કેટલો આઘાત લાગે છે ? તો એ જ રીતે હું કોઈની નિંદા કરું અને એ જીવને ખબર પડે તો તેને કેટલો આઘાત લાગે ? તો મારે કોઈને આઘાત લગાડવો નથી. હું કોઈની નિંદા નહિ કરું.” ગુરુ પાસે જઈને કોઈ મારી ફરિયાદ કરે, મારા દોષો પ્રગટ કરે, મારા માટે ઘસાતું બોલે તો એ બધું જાણીને મને કેવો ત્રાસ થાય? તો હું કોઈક સાધના માટે ગુરુને ફરિયાદ કરું, એના દોષો પ્રગટ કરું, એને હલકો ચીતરું તો એ જાણીને એ સાધુને કેટલો ત્રાસ થાય? ક જલક - - - - - - - - - - ૨૯ ૨૯ ૭૪ જજ લાલ - - - - - - Page #76 -------------------------------------------------------------------------- ________________ હજાર કલાક જજ જ એ જ - સ સામાર્યો - જ છે જ છે તો મારે એને ત્રાસ પહોંચાડવો નથી. હું ગુરુ આગળ કોઈની ચાડી-ચુગલી નહિ કરું.” કોઈ મને ગમે તેવા શબ્દો કહે, જાહેરમાં મારું અપમાન કરે, મને જૂઠો સાબિત કરે તો ત્યારે મારી મનોવેદના કેવી હોય ? તો હું કોઈકને જેમ તેમ બોલું, જાહેરમાં એનું અપમાન કરું એને જૂઠો સાબિત કરુ તો એની મનોવેદના કેવી હોય? ના ! મારે કોઈનેય અપશબ્દો કહેવા નથી. કોઈનું અપમાન કરવું નથી, કોઈને જૂઠા સાબિત કરવા નથી.” મારા સહવર્તીઓ બધા અંદરોઅંદર એક બની જાય અને મને એકલો પાડી દે. વિહારમાં, ગોચરીમાં, સ્વાધ્યાયમાં ક્યાંય મને સહાય ન કરે. મને હેરાન થવા દે... ત્યારે એ એકલતા, અસહાયતા મને કેવું રોવડાવે ? મને કેવી સ્નેહની ભૂખ ઉત્પન્ન કરાવે ? હે ભગવાન! તો હું આ રીતે જૂથબંધી કરી કોઈક સાધુને એકલો પાડી દઉં, એને ગોચરી, વિહારાદિ બધામાં કોઈપણ સહાય ન કરું, ન કરવા દઉં... તો એ સાધુ કેટલા આંસુ સારે ? એને એના માતા-પિતા-ભાઈ-બહેન કેવા યાદ આવે ? ના ! આ ઘોર પાપ મારે નથી કરવું. મારે જૂથબંધી કરવી નથી. કોઈને પણ આવી એકલતા, - અસહાયતાની અનુભૂતિ થવા દેવી નથી.” મારા શિષ્યો મારી વાત ન માને, મારી આજ્ઞા-ઈચ્છાની ઉપરવટ જાય, મને અજ્ઞાની – અણસમજુ કહે તો મારી દશા શું થાય? તો એ જ રીતે હું મારા ગુરુની વાત ન માનું, મારું ધાર્યું કરું, એમને ચૂપ રહેવાનું કહી દઉં... તો એમની દશા શી થાય ? ના. આ રીતે ગુરુને ત્રાસ આપવાનું ઘોરાતિઘોર પાપ મારે નથી કરવું... જ “કોઈ મારી મશ્કરી કરે, મારી ઠેકડી ઉડાડે, મારા ઉપર જોર જોરથી હસે... તો મને કેવો ખેદ થાય ? તો હું કોઈની મશ્કરી કરું, ઠેકડી ઉડાડું, એની વિચિત્રતાઓ ઉપર ખડ ખડ હસું તો એ જીવને શું થાય ? ના. નથી કરવી મારે મશ્કરી, હસાહસી!” - આ છે સાચા સંયમીના ઉત્તમોત્તમ વિચારો ! પોતાના નિમિત્તે બીજાને માનસિક દુઃખ ઉત્પન્ન ન થવા દેવા માટેની અતિજાગૃત પરિણતિ ! એ જે બોલે, તે ખૂબ ખૂબ સાચવીને, વિચારીને, સમજીને બોલે. “આ હું જે બોલું છું, જે રીતે બોલું છું, જે દશામાં બોલું છું એ જ શબ્દો, એ જ રીતે એ જ દશામાં કોઈ મને સંભળાવે તો ?” આવા આવા ગણિત લગાડીને બોલે. - ગુરને કે શિષ્યોને, શ્રાવકોને કે શ્રાવિકાઓને, ટ્રસ્ટીઓને કે કાર્યકર્તાઓને, મદદ લેવા આવતા સાધર્મિકાદિને કે નોકર-ચાકરવર્ગને... કોઈનેય માનસિક દુઃખ ન દેવાનો દઢ પરિણામ એ જ સાચા સંયમીનું સામાયિક ! આત્મિક દુખ : આત્માને અનંત સંસાર રખડાવે, દુર્ગતિઓમાં પહોંચાડે, અશુભકર્મો બંધાવે એવા કામ, ક્રોધ, ઇર્ષ્યા, આસક્તિ વગેરે દોષો એ આત્મિક દુઃખ હાલ-લાલ - - - - - - - - - - - - ૭૫ - - - - - - - - - - - - ------ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૯-૯-૯-૦૯ - - - - ૯૯ મહાવતો --- ૯૯ ---- ૯૯૯૯ છે. જેમ સાધુને પોતાના આત્મામાં કોઈપણ દોષો ઉત્પન્ન થાય એ ન ગમે, એ દોષોની ઉત્પત્તિ અટકાવવા આકાશ-પાતાળ એક કરે. એમ સાધુ પોતાના નિમિત્તે બીજાઓમાં આવા કોઈપણ દોષો ઉત્પન્ન થાય એ બિલકુલ પસંદ તો ન જ કરે, પણ એ બાબતમાં એકદમ જાગ્રત રહે એ સંયમીની વિચારધારા કંઈક આવી હોય કે મને જો સ્ત્રી પ્રત્યે વિકાર જાગે, ગમે તેવા વિચારો આવે, તો મારી દુર્ગતિ થાય, મારો સંસાર વધે. તો એ જ રીતે મારા નિમિત્તે કોઈને વિકારો જાગે, તો બિચારા એનો સંસાર વધી જાય. એવું મારે થવા દેવું નથી. હું ભભકાવાળા વસ્ત્રો નહિ પહેરું, સાદા અને મલિન વસ્ત્રો પહેરીશ. આકર્ષકતા ઊભી થાય એવું કશું જ નહિ થવા દઉં. એટલે જ વાળ વ્યવસ્થિત કરવાની, મોઢું ધોવાની પ્રવૃત્તિ પણ મારે ન કરાય... જો મને જૈનસંઘ, જૈનધર્મ પ્રત્યે અરુચિ જાગે તો હું દુર્લભબોધિ થાઉં, તો મારા નિમિત્તે કોઈક જીવો જૈનધર્મ પ્રત્યે અરુચિવાળા બને તો તેઓ દુર્લભબોધિ બને. એટલે જ બીજાઓ દુર્લભબોધિ ન બને એની પાકી કાળજી મારે કરવી જ પડે. એટલે જે ગમે ત્યાં માત્રુ કે સ્થડિલ પરઠવવા, ગમે ત્યાં ચંડિલ બેસી જવું, ગોચરી પણ ગમે તેમ વહોરવી, - વધુ પ્રમાણમાં કોઈ વસ્તુ વહોરી લેવી, આવેશમાં આવીને જેમ તેમ બોલવું, સાધુજીવન એલફેલ જીવવું... આ બધું મારે કોઈપણ રીતે ન જ કરાય. મારે બીજા જીવોના ભાવપ્રાણની રક્ષા કરવી જ રહી.” - જો મને મારા ગુરુ પ્રત્યે અસદ્દભાવ જાગે તો ગુરુદ્રોહના પાપે હું ચારિત્ર હારી બેસું, એમ મારા કારણે મારા શિષ્યો કે નિશ્રાવર્તીઓ મારા પ્રત્યે અસદ્દભાવ, અરૂચિ પામે, સાધુ જીવનમાં સ્થિરતા ગુમાવી બેસે તો મારા માટે મોટું પાપ કહેવાય. એટલે જ મારે શિષ્યોને ગમે તેમ ધમકાવાય નહિ, દોષોનું સેવન કરાય નહિ...” પણ શ્રાવકો પાસે પૈસાની માંગણી કરું, શરતો કરાવું, વ્યાખ્યાનાદિમાં એમને ઉતારી પાડું તો એ બધા સાધુતા પ્રત્યે દુર્ભાવવાળા બને, જૈનધર્મ હારી બેસે... મારે એવું ન કરાય.” ટુંકમાં પોતાના કારણે કોઈકમાં કામવિકારો, કોઈકમાં શાસન દ્વેષ, કોઈકમાં ગુરુદ્રોહ, કોઈકમાં પ્રમાદ... વગેરે કોઈપણ દોષો ઉત્પન્ન ન થાય એ માટેની બરાબર કાળજી રાખવાનો એક સહજ ભાવ સાચા સાધુના મનમાં રમતો હોય છે. એ સહજભાવ એ જ સામાયિક છે. હા! શારીરિક દુઃખ કરતા માનસિક દુઃખ વધુ ભયંકર છે, માનસિક દુઃખ કરતા પણ આત્મિકદુઃખ વધુ ભયંકર છે. એટલે ક્યારેક કોઈકના માનસિક દુઃખને અટકાવવા માટે Page #78 -------------------------------------------------------------------------- ________________ सामाइयं શારીરિકદુઃખ આપવું પણ પડે, એ વખતે સંયમીને એ ન ગમે છતાં મોટો લાભ દેખાતો હોવાથી એ દુઃખ આપે. દા.ત. બાળ સાધુ તાવથી ખૂબ પીડાય છે. હાય-વોય કરે છે. હવે જો એને ઈંજેક્શન કે કડવી ગોળી ન આપવામાં આવે તો આ માનસિક ત્રાસ દૂર થવાનો નથી. તે વખતે બાલ સાધુ ના પાડે, રડે તો પણ એને ઈંજેક્શન આપવું, કડવી ગોળી આપવી... આવું શારીરિક દુઃખ એને આપે. પણ એની પાછળ એના માનસિક દુઃખને દૂર ક૨વાનો જ એકમાત્ર ભાવ હોવાથી સામાયિકભાવને કોઈ જ હાનિ ન પહોંચે. એમ આત્મિકદુઃખને અટકાવવા માટે ક્યારેક કોઈકમાં માનસિક દુઃખને પણ અપનાવવું પડે તો પણ એમાં સાધુતાનો વિનાશ થતો નથી. દા.ત. અણસમજુ શિષ્ય ગુરુને કહે કે “મને વ્યાખ્યાનની ૨જા આપો, મને ટ્રસ્ટ બનાવવાની રજા આપો. મને એક સાધુ સાથે બધે ફરવાની રજા આપો. મને માંડલીના કામ નહિ સોંપવાના...” એ વખતે જો ગુરુને એમ લાગે કે ‘આ બધી છૂટ આપવામાં તો એના આત્માનું અનેક રીતે નુકસાન થાય એમ છે. આ તો ખાંસીવાળા બાળકને પી૫૨મીંટ ખવડાવવા આપીએ એના જેવું થાય છે.’ તો ગુરુ એને આ બધું વાપરવાની રજા ન પણ આપે. એ વખતે એ શિષ્યને માનસિક ત્રાસ થાય પણ ખરો, ગુરુ એને બરાબર સમજાવે, છતાં પણ એનો માનસિક ત્રાસ દૂર ન થાય, તો ગુરુ એ બાબતને ગૌણ કરીને પણ એને આધ્યાત્મિક દોષોથી બચાવવાનો પ્રયત્ન કરે. વિચારે કે “અત્યારે એને મનોવેદના થઈ છે, પણ એ તો દિવસો પસાર થશે, એમ ધીરે ધીરે એ વેદના પણ ઘટી જશે. એને વારંવાર સમજાવતો રહીશ. પણ એનામાં અનેક દોષો ઉત્પન્ન થાય, એવી છૂટ તો ન જ આપી શકાય... આમ કોઈકના માનસિક દુઃખો દૂર કરવા, અટકાવવા શારીરિક દુઃખો આપવા પડે કે કોઈકના આત્મિક દુઃખો દૂર કરવા માનસિક દુઃખો આપવા પડે... તો પણ એ વખતે સાધુને એવો ભાવ તો નથી જ કે “મારે એને દુઃખી કરવો છે.” ભાવ તો એ જ છે કે એને મોટા દુ:ખોમાંથી છોડાવવો છે. એટલે જ દુઃખ આપવા છતાં દુઃખ નહિ આપવાનો પરિણામ તો બરાબર સાબૂત છે. અને એટલે જ એ વખતે સામાયિકનો નાશ થતો નથી. આ જ એક વિશેષતા છે કે બીજાને દુઃખો દેવા છતાં દુ:ખ નહિ દેવાનો પરિણામ જો અકબંધ હોય તો સામાયિક છે. બીજાને દુઃખો ન દેવા છતાં દુઃખ નહિ દેવાનો પરિણામ જો ન હોય તો સામાયિક નથી. સાધુ પોતાની માંદગીમાં કે અન્ય સંયમીની માંદગીમાં આર્તધ્યાન થતું હોય તો એને અટકાવવા કે ભવિષ્યમાં મોટા નુકસાનો થવાની સંભાવના જોઈને એને અટકાવવા આધાકર્માદિ અમુક અમુક દોષ સેવે તોય જો એને બીજાને દુઃખ દેવાનો પરિણામ ન હોય, ૭૭ Page #79 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - મહાવતો --- -- --- ઉલ્યું જાણે કે પોતાને જ આ દુઃખ પડે છે, એ રીતે ઘોર પશ્ચાત્તાપ હોય કે “હાય ! મારા નિમિત્તે આ કેટલી બધી વિરાધના!” અને એ પશ્ચાત્તાપના કારણે આંખોમાંથી આંસુ પણ પડતા હોય, એ દોષથી વહેલામાં વહેલી તકે અટકી જવાનો તીવ્ર પરિણામ હોય તો પરદુખ દેવા છતાં પરદુ:ખ ન કરવાનો પરિણામ તો જોરદાર જ છે. અને એટલે જ આવા સાધુનું સામાયિક લેશ પણ હણાતું નથી. જ્યારે અભવ્યો બાહ્ય દૃષ્ટિએ તદન નિરતિચાર સંયમ પાળે, એકપણ જીવની હિંસા ન થવા દે, તો પણ “મારે કોઈ જીવને મારવા નથી. મારા નિમિત્તે કોઈ જીવ ન કરવો જોઈએ.” એવો નિર્મળ પરિણામ એમને નથી હોતો. એ જે કંઈ જીવદયા પાળે છે, એની પાછળ પણ સ્વર્ગસુખોનો આશય પડેલો હોય છે, જીવો પ્રત્યેની કરુણાનો નહિ. એટલે જ તેઓ બીજા જીવોને દુઃખ ન આપતા હોવા છતાં પણ બીજાને દુઃખ નહિ આપવાનો પરિણામ ન હોવાથી એમને સામાયિક ન સંભવે. (એમાં “પરદુઃખકરણ-અપરિણામ” અને “પરદુઃખ-અકરણપરિણામ” એ બેમાં ફરક છે. એ ધ્યાનમાં લેવું. “હું બીજાઓને દુઃખ દઉં” એવો પરિણામ ન હોવો એ તો બધી જડવસ્તુઓમાં સંભવે. કેમ કે કોઈ જડ વસ્તુને એવો પરિણામ નથી કે “હું બીજાને દુઃખ દઉં” એટલે જડવસ્તુઓમાં પણ સામાયિક માનવું પડે. રે ! અભવ્યાદિને પણ જ્યારે તે નિરતિચાર સંયમ પાળે ત્યારે “હું બીજાને દુ:ખ દઉં” એવો પરિણામ નથી હોતો. એટલે એમને પણ સામાયિક માનવું પડે. જ્યારે પરદુ:ખ-અકરણ પરિણામ જડવસ્તુઓમાં ન હોય. “મારે બીજાને દુઃખ દેવું નથી.” એવો વિચાર જડવસ્તુઓને તો નથી જ આવવાનો. અભવ્યોને એ વિચાર આવે તો પણ એમાં કરુણાભાવ નહિ, પણ સ્વર્ગેચ્છા કામ કરે છે. એટલે એ વાસ્તવિક પરિણામ નથી.) હજી ઉંડાણથી વિચારીએ તો સાધુએ શાસનહીલનાદિ ન થાય એ માટેની પૂરતી કાળજી રાખી હોવા છતાં પણ જો શાસનહીલના થઈ જાય, લોકોના મનમાં જૈનધર્મ પ્રત્યે અસદૂભાવ ઉત્પન્ન થઈ જાય તો પણ “મારે કોઈને પણ દુઃખ દેવું નથી.” એવો પરિણામ તો સાધુ પાસે અકબંધ છે અને એટલે જ એ પરિણામ પ્રમાણે જ તો એણે શાસનહીલના ન થવા દેવા માટેની કાળજી કરી. એટલે એના સામાયિકને કોઈ જ બાધ ન આવે. ચાલો, ઘણો વિસ્તાર થઈ ગયો. સાર એટલો જ કે “મારે મારા નિમિત્તે કોઈપણ જીવને શારીરિક, માનસિક કે આત્મિક કોઈપણ દુઃખો પહોંચાડવા નથી. એ માટે એકદમ જાગ્રત રહેવું છે.” આવો નિર્મળ પરિણામ એ જ સામાયિક. આ પરિણામ જેટલો તીવ્ર, સામાયિક એટલું ઊંચું. Page #80 -------------------------------------------------------------------------- ________________ सामाइयं આ પરિણામ જેટલો મંદ, સામાયિક એટલું મંદ. ૨. અનામેવનયા રાત્રેષમધ્યવતિત્વ મામાયિń : રાગ અને દ્વેષ ન કરવા અને એ રીતે મધ્યસ્થ રહેવું એનું નામ સામાયિક. મનગમતા પદાર્થો પ્રાપ્ત થાય તો એમાં જીવને રાગ થાય, અણગમતા પદાર્થો પ્રાપ્ત થાય તો એમાં જીવને દ્વેષ થાય, અણગમતા પદાર્થો દૂર થાય તો એમાં જીવને રાગ થાય, મનગમતા પદાર્થો દૂર થાય તો એમાં જીવને દ્વેષ થાય. સાધુને તો કોઈપણ વસ્તુ મનગમતી કે અણગમતી જ ન હોય, એટલે રાગ કે દ્વેષ થવાનો એને કોઈ પ્રશ્ન જ ન રહે. “તમે તો કેવા ઘોર તપસ્વી ! કેવો સ્વાધ્યાય કરો છો ! ગુરુની સેવામાં કેવા અપ્રમત છો ! કેટલા બધા નિઃસ્પૃહ છો ! તમારો અવાજ કેટલો મધુરો છે! તમે બધાને કેટલું પમાડો છો...’” આ બધા પ્રશંસાના શબ્દો હજારો માણસો બોલે તોય સાચા સાધુને રાગ ન થાય. કેમ કે આ પ્રશંસા એને મનગમતી છે જ નહિ. બહેરાને જેમ કશું સંભળાય જ નહિ, અને એટલે એને ગમે એટલું કહેવામાં આવે, એને કોઈ જ અસર ન થાય. તેમ સાચા સાધુને પ્રશંસાના શબ્દોની કોઈ અસર ન થાય. તો “આ સાધુઓને તો ખાવા-પીવા સિવાય કંઈ કામ જ નથી. સવાર સવારના માંગવા નીકળી પડે છે... આ સાધુઓ તો મિથ્યાત્વી છે, આજ્ઞાભંજક છે... આ સાધુઓ શિથિલાચારી છે... આ સાધુઓનું મોઢું જોવું એ ય પાપ...” વગેરે વગેરે ગમે એટલા ખરાબ શબ્દો કોઈ બોલે તો પણ સાધુને બિલકુલ દ્વેષ ન થાય. કેમકે આ નિંદા એને અણગમતી નથી. અહીં પણ સાધુ ધિર જેવો જ બની રહે. બહેરાને ગમે એટલી ગાળો આપવામાં આવે તો પણ બહેરાને કંઈપણ અસર થવાની છે ? નહિ જ. એવું સાધુને હોય.” રે! સાધુને તો એવો પરિણામ પણ હોઈ શકે કે પ્રશંસા એને અણગમતી હોય. એને જો પોતાની પ્રશંસા સાંભળવાની આવે તો એને ત્રાસ થાય. કાન બંધ કરી દે, મોઢું બગડી જાય, ત્યાંથી ભાગી જાય. અને પોતાની નિંદા સાંભળવાની આવે તો એને આનંદ થાય. કર્મક્ષય પ્રાપ્ત થયાની મસ્તી ચડે. બિહામણા-બિભત્સ દૃશ્યો જોવા મળે કે સોહામણા દૃશ્યો જોવા મળે, સાધુને શું ફેર પડે? વિષ્ઠા-ઉકરડાના દર્શન થાય કે બાગ-બગીચાઓના દર્શન થાય, સાધુને શું ફેર પડે? ગટરની બાજુમાં રહેવાનું આવવાથી દુર્ગંધ મારે કે મંદિરની પાસે રહેવાનું થવાથી ધૂપની સુગંધ આવે, સાધુને શું ફેર પડે ? કોઈકના કપડામાંથી સેંટની સુવાસ આવે કે કોઈકના મોઢામાંથી દુર્ગંધ વછૂટે, સાધુને ૭૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ * * * * * * - - મહાવતો જ જજ જ જજ જ છે* શું ફેર પડે ? દાળ-શાક સાવ મીઠા વિનાના આવે કે ભરપૂર મીઠાવાળા આવે, સાધુને શું ફેર પડે? મષ્ટાન્નમાં સાકર-ગોળ જ નાંખવા રહી ગયા હોય કે બમણા નાંખી દીધા હોય, સાધુને શું ફેર પડે ? રોટલી-રોટલા જાડા આવે કે પાતળા આવે, સાધુને શું ફરક પડે ? વહેંચનારો સાધુને અનુકૂળ કહેવાતી વસ્તુઓ આપે કે પ્રતિકૂળ કહેવાતી... સાધુને શું ફેર પડે ? ગોચરી વધી પડે ત્યારે મિષ્ટાન્ન ખપાવવા આવે કે દાળ-શાક-રોટલી... સાધુને શું ફેર પડે ? રોટલી સાથે દાળ-શાક મળે કે ન મળે, સાધુને શું ફેર પડે ? ભર ઉનાળામાં પવનવાળી જગ્યા મળે કે બફારાવાળી...સાધુને શું ફેર પડે ? ભર શિયાળામાં બંધરૂમમાં ઉંઘવા મળે કે ખુલ્લા હોલમાં .. ઉપાશ્રય મોટા મળે કે સાવ સાંકડા મળે... પહેરવાના કપડા જાડા મળે કે પાતળા-સુંવાળા... નોટ-બોલપેન-પેડ મોંઘા-હાઈક્લાસ મળે કે સાવ સાદા-સોંઘા-સિમ્પલ... લીસા, ખાડા ટેકરા વિનાના રસ્તાઓ આવે કે કપચી-કાંટાઓથી ભરેલા રસ્તાઓ આવે... વ્યાખ્યાનમાં ૨000 માણસો દોડ્યા આવે કે ૨૦ ભાઈઓ પણ માંડ માંડ આવે... ૨૫-૨૫ શિષ્યો થઈ જાય કે એકેય શિષ્ય ન થાય... ભક્તોની ગાડીઓ ઢગલાબંધ આવે કે એક સાઈકલવાળો ય મળવા ન આવે... ૨૦૦-૩૦૦ પુસ્તકો લખાય અને એની હજારો નકલો વહેંચાય કે એકેય પુસ્તક છાપવાની ય વ્યવસ્થા ન થાય. દેહ નિરોગી રહે કે કેન્સરાદિ રોગોથી ઘેરાય... મુખ રૂપાળું રહે કે એમાં કોઢના ડાઘાઓ થાય... માથાના વાળ કાળા ભમ્મર રહે કે નાની ઉમરમાં જ ધોળા થઈ જાય, ટાલ પડી જાય.. મોઢાના દાંત બત્રીસે બત્રીસ ટકે, ધોળા રહે કે બોખા બની જવાય, બત્રીસી નંખાવવી પડે, દાંત ખરાબ લાગે.. વસ્ત્રો મેલાઘેલા હોય કે ધોળાધબ હોય... લોકો વાહ-વાહ કરે કે હાય-હાય કરે... બધા પોતાની વાતને સહર્ષ વધાવી લે કે ધડ દઈને તોડી પાડે, મશ્કરી કરે... પોતાની પાસે શાસ્ત્રો ભણવા તડપતા વિદ્યાર્થીઓ મળે કે ન મળે, બધા બીજા પાસે Page #82 -------------------------------------------------------------------------- ________________ ભણવા તડપે... સંસારી સ્વજનો શ્રીમંતાઈમાં મહાલતા હોય કે દેવાના ખપ્પરમાં ખૂંપીને ગરીબાઈની રેખા નીચે આવી ગયા હોય. અહો! આવી આવી તો હજારો- લાખો બાબતો દરેકના જીવનમાં પળે પળ ઊભી થતી હોય છે. એમાં મોટા ભાગે તમામે તમામ જીવો રાગ અને દ્વેષનો ભોગ બની જ જતા હોય છે. જાણે કે આ રાગ-દ્વેષ, હર્ષ-શોક એ જીવનો સ્વભાવ બની ગયો છે કે જીવે એ કરવા માટે મહેનત કરવી જ ન પડે. એ એની મેળે થઈ જાય. - આ ઉપર ઢગલાબંધ વિકલ્પો દર્શાવ્યા, તે આત્મસંપ્રેક્ષણ કરી શકાય એ માટે જ! આપણને ખ્યાલ આવે કે આપણો આત્મા અત્યારે ક્યાં છે? નાના મોટા રાગ-દ્વેષ જો સતત થયા જ કરતા હોય તો આપણી આ પ્રતિજ્ઞાનું શું ? એ આપણને વિચારવાની તક મળે. | સર્વવિરતિ માત્ર બાહ્ય આચાર રૂપ હોત તો એ એટલી બધી અઘરી ન હતી. પણ એ આવા આત્મપરિણામ રૂપ છે, ગમે તેવી પરિસ્થિતિમાં પણ રાગ અને દ્વેષ ન થવા દેવા રૂપ છે, રતિ અને અરતિના વિષચક્રમાં ક્યાંય ફસાઈ ન જવા રૂપ છે. અને પ્રત્યેક પળે આ રાગદ્વેષ, રતિ-અરતિ માં જ રહેવા માટે ટેવાયેલા આ જીવ માટે એનાથી અલિપ્ત રહેવું એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. રાગ-દ્વેષ ન કરવાની ભાવના હોય તો પણ રાગદ્વેષ થઈ જ જાય, રોકી જ ન શકીએ... એવી આ જીવની દશા છે. હા ! આત્મસંપ્રેક્ષણ ન કરીએ અને જાતને વીતરાગી જેવી માની લઈએ અને એ ભ્રમણાના મીઠા કાલ્પનિક સુખમાં મહાલ્યા કરીએ એ જુદી વાત ! એ સ્વપ્નના સુખો તૂટતા વાર લાગવાની જ નથી. બાકી જેની અંદરની આંખો ખુલ્લી હશે અને જે પોતાના દોષોને જોવા માટે પ્રયત્નશીલ હશે, એને ડગલે ને પગલે ઊભા થતા નાના, નાના કે ક્યારેક મોટા રાગ-દ્વેષ,રતિ-અરતિ/હર્ષ-શોક દેખાશે જ. ત્યારે એને સમજાશે કે આવું સામાયિક તો ઘણું ઘણું અઘરું છે. - રૂ. સંધ્યતનજ્ઞાનવાત્રિા||માત્મનિ પ્રવેશનમ સામાયિ: દ્વાદશાંગી અને એના આધારે રચાયેલા સેંકડો ગ્રન્થો... આ બધાનો ખંતપૂર્વક, ઉલ્લાસપૂર્વક, જિજ્ઞાસા અને સખત પુરુષાર્થપૂર્વક અભ્યાસ કરવો એ બધા પદાર્થોને બરાબર સમજવા અને દઢ રીતે યાદ રાખવા... એ સમ્યગ્રજ્ઞાનનું આત્મામાં યોજન કહેવાય. " એ બધા પદાર્થો ઉપર અગાધ શ્રદ્ધા રાખવી, જેમાં શંકા ઉભી થાય ત્યાં માર્ગાનુસારી ચિંતન દ્વારા શાસ્ત્રાનુસારે એ શંકાને દૂર કરવી અને એ રીતે જિનવચનો ઉપરની શ્રદ્ધાને દઢતમ બનાવવી.. આ છે આત્મામાં સમ્યગ્દર્શનનું યોજન! જે પદાર્થો જાણ્યા, અને દઢ રીતે માન્યા તેમાંથી જે પદાર્થો જીવનમાં આચરવા - - - - - - - - - - - - - - - - ૮૧ - - - - - - - - - - - - - - - - Page #83 -------------------------------------------------------------------------- ________________ -------------------- મહાવ્રતો -- -------------------- જેવા હોય. શક્તિ પ્રમાણે એ તમામ પદાર્થો જીવનમાં આચરવા અને જે પદાર્થો જીવનમાંથી કાઢવા જેવા હોય, શક્તિ પ્રમાણે એ તમામ પદાર્થો જીવનમાંથી દૂર કરવા એનું નામ સમ્પચારિત્ર ! આવા પ્રકારનો આત્માનો શુભપરિણામ એ સમ્યફ ચારિત્ર! આ ત્રણેય પદાર્થો આત્મામાં જોડાય એનું નામ સામાયિક! ' આ રીતે આપણે સામાયિકના ત્રણ મહત્ત્વના અર્થો જોયા. પ્રશ્ન : આ ત્રણેય અર્થો મુખ્યત્વે આત્માની એવા પ્રકારની નિર્મળ પરિણતિને જ સામાયિક તરીકે ઓળખાવનારા છે. પ્રવૃત્તિની આમાં કોઈ મુખ્યતા નથી. આમ કેમ? પ્રવૃત્તિ શું નકામી છે ? એની કોઈ કિંમત જ નથી ? ઉત્તર : ના, એવું નથી. પ્રવૃત્તિ પણ અત્યંત ઉપયોગી છે. પણ એ પોતે ચારિત્ર રૂપ નથી. એ સાચા ચારિત્રનું કારણ ચોક્કસ છે. એ સાચા ચારિત્રનું કાર્ય પણ ચોક્કસ છે... આ અંગે ઘણી બધી બાબતો જણાવવાની છે એ અમે આગળ બતાવીશું. અહીં માત્ર એક જ વાત વિચારી કે બાહ્યપ્રવૃત્તિમાત્રને ચારિત્ર ન મનાય, એનું કારણ શું ? (ક) જો બાહ્યપ્રવૃત્તિઓ જ સામાયિક હોત, તો ઘણા બધા અભવ્યજીવોને બાહ્યપ્રવૃત્તિઓ ઊંચામાં ઊંચી હતી. તો એ બધાને સાચું સામાયિક માનવું પડે. અર્થાત્ એ બધા છઠ્ઠા ગુણસ્થાને માનવા પડે. આ વાત માની ન શકાય એ તો સ્પષ્ટ જ છે. () અન્યલિંગ સિદ્ધ, ગૃહસ્થલિંગસિદ્ધ વગેરે મહાત્માઓ પાસે બાહ્યપ્રવૃત્તિઓ ના હતી, છતાં તેઓ તો ઉંચામાં ઊંચુ સામાયિક પામી જ ગયા છે. એટલે જો બાહ્યપ્રવૃત્તિઓને ચારિત્ર માનીએ તો આ બધા મહાત્માઓને ચારિત્ર-સામાયિક ન માની શકાય. (ગ) માટી એ ઘટનું ઉપાદાનકારણ છે, દંડ-ચક્ર એ બધા ઘટના નિમિત્ત કારણો છે. માટી જો ઓછી હોય તો ઘટ નાનો બને, માટી જો વધારે હોય તો ઘટ મોટો બને, માટી જો ઘણી વધારે હોય તો ઘટ ઘણો મોટો બને. પણ “દંડ-ચક્ર નાના હોય તો ઘટ નાનો બને, એ જેમ જેમ મોટા તેમ તેમ ઘટ પણ મોટો બને' એવું ખરું? જો દસ ફૂટ મોટો દંડ અને એટલું જ મોટું ચક્ર હોય, પણ માટી મુઠ્ઠી પ્રમાણે જ હોય કે બિલકુલ ન હોય! તો એમાંથી ઘટ શી રીતે બને ? એટલે આ વાત તો બધા જ માનશે કે ઉપાદાનકારણ વધે, તો કાર્ય વધે. નિમિત્તકારણ વધવાથી નહિ. વળી ઉપાદાનકારણ પોતે જ કાર્યરૂપે બનતું હોય છે. નિમિત્તકારણો નહિ. માટી જ ઘટ રૂપે બને છે, દંડ ચક્ર વગેરે નહિ. દંડ-ચક્ર ઘટને ઉત્પન્ન કરી દીધા બાદ ખતમ થઈ જાય તોય ઘટને કોઈ આંચ આવતી નથી. પણ ઘટ ઉત્પન્ન થયા બાદ જો એમાંથી માટી ખરવા માંડે, માટી ઘટે તો ઘટ ખલાસ થવા માંડે. ૨૯ - - - - - - - - - - ૯ ૮ ૨ ૯ - - - - - - - - - - - - Page #84 -------------------------------------------------------------------------- ________________ હવે આ વાત અહીં વિચારીએ. મોક્ષ એટલે શું ? એનું ઉપાદાનકારણ કોણ ? તમામે તમામ શુભ પરિણતિઓનો સરવાળો એનું નામ મોક્ષ! આત્મા, આત્માના શુભપરિણામો એ જ મોક્ષનું ઉપાદાન કારણ ! સારી તમામ પ્રવૃત્તિઓ તો શરીરમાં ઉત્પન્ન થાય છે ને? એ આત્મામાં નથી. એટલે જ એ બધી ક્રિયાઓ મોક્ષનું નિમિત્તકારણ હજી કહી શકાય પણ ઉપાદાનકારણ નહિ. - એટલે જ ક્રિયાઓ ગમે એટલી વધે, એનાથી મોક્ષ ન વધે, પણ ભાવો વધે તેમ તેમ મોક્ષ વધે... (જેટલા જેટલા ગુણો પ્રગટ થતા જાય, તેટલા તેટલા અંશમાં મોક્ષ પ્રગટી ચૂકેલો જ ગણાય...). હા! નિમિત્તકારણ રૂપે ક્રિયાની જરૂર ખરી, પણ એ ક્રિયાઓને વધુ ને વધુ મોટી બનાવતા જઈએ, તો મોક્ષ મોટો ને મોટો બનતો જાય... એવું નથી. ભાવો નાના, તો મોક્ષ નાનો ! (એટલા અંશમાં મોક્ષ પ્રગટી ચૂકેલો ગણાય) ભાવો મોટા, વધુ ! તો મોક્ષ મોટો, ઘણો! ભાવો સંપૂર્ણ તો મોક્ષ સંપૂર્ણ! - સિદ્ધભગવંતોમાં કોઈ બાહ્યક્રિયાઓ નથી, છતાં મોક્ષ છે. આ પણ એ સુચવે છે કે બાહ્ય ક્રિયાઓ માત્ર નિમિત્ત છે. એટલે જ એ જતી રહે તોય મોક્ષને કોઈ આંચ આવતી નથી. પરંતુ જો એક પણ પરિણામ ઘટે, તો મોક્ષને વાંધો આવવાનો જ. આ સાવ સીધી-સાદી વાત છે. એટલે જ જેમ કુંભાર ઘટ બનાવવા માટે જરુરી દંડ-ચક્ર વગેરે ચોક્કસ ભેગા કરશે,પણ એ મળી ગયા બાદ હવે ઘટ મોટો બનાવવા માટે દંડને મોટો કરવાની પ્રવૃત્તિ નહિ કરે. પછી તો મોટો ઘટ બનાવવા વધુ માટી મેળવવાનો પ્રયત્ન કરે. અર્થાત્ દંડચક્રને વધારવાની જરુર નહિ, પણ માટીને વધારવાની જરુર તો ખરી જ. - એમ સંયમી જીવ પણ બાહ્ય શુભક્રિયાઓને ચોક્કસ આદરવાનો, પણ એ માત્ર નિમિત્ત કારણ રૂપે ! અમુક પ્રમાણમાં ક્રિયા સિદ્ધ થઈ જાય, પછી એ ક્રિયા વધારવાની હોતી નથી. પછી તો બધું લક્ષ્ય ભાવ ઉપર – પરિણામ ઉપર હોય છે. જો પરિણામ વધે તો મોક્ષ વધે... આમ “સામાયિક એ આત્મપરિણામ રૂપ છે”, એ વાત એકદમ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. જ --- ૮૩ - -- - ૯-૦% Page #85 -------------------------------------------------------------------------- ________________ wજક. સવ્વ સાવí નો પવ્યવસ્થાનિઝ સર્વ = તમામે તમામ. સાવદ્ય = નિંદનીય અનુષ્ઠાનવાળા, ક્રોધાદિકષાયવાળા યોગ = મન-વચન-કાયાની પ્રવૃત્તિઓ. પ્રત્યાખ્યાન = પચ્ચકખાણ = ત્યાગ. શ્રાવકો તમામે તમામ સાવદ્યયોગોનો ત્યાગ કરતા નથી. સામાયિક કરે ત્યારે પણ અનુમોદના રૂપે સાવદ્યયોગો એમને ચાલુ છે. એટલે તેઓ સવૅ શબ્દ ન બોલે. જ્યારે સાધુઓ સવૅ શબ્દ બોલે કેમકે સાધુઓ તમામે તમામ સાવદ્યયોગોનો ત્યાગું કરે છે. સર્વવિરતિ સ્વીકારે છે. અવદ્ય શબ્દના બે અર્થો નિર્યુક્તિકારશ્રી દર્શાવે છે. નિંદનીય અનુષ્ઠાનો અને ક્રોધાદિ કષાયો યોગ તરીકે અપ્રશસ્ત યોગો જણાવ્યા છે, અને એ મિથ્યાત્વાદિ કહ્યા છે. મુખ્યત્વે યોગ એટલે મિથ્યાત્વ-અવિરત-કષાય-યોગ એમ ચાર યોગ લેવાના છે. એમાં ય મનવચન-કાયાની પ્રવૃત્તિરૂપ યોગ એ યોગ તરીકે સમજવો. , ટૂંકમાં નિંદનીય અનુષ્ઠાનવાળા મન-વચન-કાયાના વ્યાપારો કે ક્રોધાદિવાળા મનવચન-કાયાના વ્યાપારો એનું નામ સાવદ્ય યોગ. આવા તમામે તમામ સાવદ્યયોગોનો ત્યાગ કરવામાં આવે છે. પ્રશ્ન : રેમિ ભંતે સામયિં | એમ એક પ્રતિજ્ઞા તો કરી, હવે પાછી આ સબં સાવળ્યું નો પર્વવરસ્વામિ એ પ્રતિજ્ઞા શા માટે કરવામાં આવે છે ? ઉત્તર : સામાયિક શબ્દની જે વ્યાખ્યા હતી એ નિશ્ચયનયના આધારે હતી. સાવદ્યયોગત્યાગની જે વ્યાખ્યા છે, એ વ્યવહારનયના આધારે છે. આત્માના અંદરના પરિણામો તો કંઈ દેખાવાના નથી. પણ બહારની પ્રવૃત્તિ દેખી શકાય છે. જેને અંદર સામાયિક હોય, તે બહાર સર્વસાવઘયોગનો ત્યાગ કરે જ. જો બહાર સાવઘયોગોની પ્રવૃત્તિ કરતો હોય તો અંદર એને સામાયિક હોવામાં પાકી શંકા કરવી પડે. સાચા સંયમી બનવા માટે કપટવૃત્તિનો ત્યાગ તો કરવો જ પડે, એટલે જ આ પ્રતિજ્ઞા લેનાર પણ કહે છે કે – “હું રાગદ્વેષ નહિ કરું’ એટલી પ્રતિજ્ઞા લઈને બેસી નથી રહેવાનો. પરંતુ રાગ-દ્વેષવાળી બાહ્ય તમામ પ્રવૃત્તિઓને હું ત્યાગી દેવાનો ---------------------૮૪ ૯- ૨૯-ક ૦૯-૦૯- ૯-૦૯-૯-૧૯૨૯ Page #86 -------------------------------------------------------------------------- ________________ નીલ--૯-૯-૯-૨૯--૯- સવ્વ સવિર્ષ નો વિશ્વામિ અલઅલ--૯-૯-૨૯- ૦૯-૨૯છું. બહાર પ્રવૃત્તિ ખરાબ રાખું અને અંદર સામાયિક હોવાની વાત કરું... એવો હું કપટી નથી. - આમ બાહ્ય-અશુભ પ્રવૃત્તિઓના ત્યાગની પ્રતિજ્ઞાનો ઉલ્લેખ કરવા દ્વારા ગણધરમહારાજાઓ વ્યવહારની પણ મહાનતા દર્શાવી રહ્યા છે. નિશ્ચયને જ સર્વસ્વ માનીને વ્યવહારની ઉપેક્ષા કરવાની ગંભીર ભૂલ કોઈ ન કરી બેસે, એ માટે લાલબત્તી છે. પાપત્યાગની પ્રવૃત્તિ અને સામાયિકની પરિણતિ વચ્ચે બે ગાઢ સંબંધ છે. (૧) પાપત્યાગની પ્રવૃત્તિ એ સામાયિક પરિણતિનું કારણ છે. (૨) પાપત્યાગની પ્રવૃત્તિ એ સામાયિક પરિણતિનું કાર્ય છે. પાપત્યાગની પ્રવૃત્તિ હોય તો સામાયિક પરિણતિ પ્રગટે, વધે. સામાયિકપરિણતિ હોય, તો પાપત્યાગની પ્રવૃત્તિ પ્રગટે જ, વધે જ. આમાં પહેલી બાબત અંગે પ્રથમ વિચાર કરીએ. * પાપત્યાગની પ્રવૃત્તિ એ સામાયિકપરિણતિનું કારણ છે. અંદર આસકિત હોય તો પણ વિગઈઓ, મીષ્ટાન્ન, ફળો, ફરસાણ.. આ બધું ન વાપરવાની પ્રવૃત્તિ એ ધીરે ધીરે અનાસક્તિભાવને પ્રગટાવી આપે. અંદર વાસના હોય તો પણ વિજાતીયદર્શન, વિજાતીય પરિચય, અનુચિતસાહિત્યોનું વાંચન... આ બધું ન કરવાની પ્રવૃત્તિ અંદર બ્રહ્મચર્યપરિણામને પ્રગટાવી આપે. અંદર ઈર્ષ્યા ભરેલી પડી હોય તો પણ પ્રતિસ્પર્ધીના ગુણોની અનુમોદના, પ્રતિસ્પર્ધીના કાર્યોમાં સામે ચાલીને સહાયક બનવું, પ્રતિસ્પર્ધીની નિંદા અટકાવવી... આવા પ્રકારની પ્રવૃત્તિ મૈત્રીભાવને પ્રગટાવી આપે. અંદર સુખશીલતા ધરબાયેલી હોય તો પણ ઉભા-ઉભા પ્રતિક્રમણ કરવાની, નિર્દોષ ગોચરી માટે ઘરે-ઘરે પર્યટન કરવાની, ઉંઘ ઘટાડી-ઘટાડીને સ્વાધ્યાયાદિ સાચવવાની પ્રવૃત્તિ એ અપ્રમત્તતાને પ્રગટાવી દે. અંદર શિષ્યની, વ્યાખ્યાનની સ્પૃહા હોય તો પણ બહાર “એ બંને ગુરુ કહે તો જ કરવાના' એવી બાધા, “જાતે શિષ્યાદિ નહિ કરવાના” એવી બાધા, બીજાઓને શિષ્યાદિ કરાવી આપવાના... આ બધી પ્રવૃત્તિ ખરેખર નિઃસ્પૃહતાને જન્મ આપી દે. અંદર ગુરુ પ્રત્યે અસદ્ભાવ હોવા છતાં ગુરુના ગુણો ગાવાની, ગુરુની સાથે રહેવાની, ગુરુની સેવા કરવાની પ્રવૃત્તિ ગુરુ પ્રત્યે બહુમાન જન્માવી દે. અંદર દેવભક્તિના ભાવ ન ઉછળતા હોય તો પણ બહાર સ્તુતિઓ, સ્તવનો ૯-કલા-જલ - ૯ ૯ ૯ - ૮૫ ૯ કલા જ ર ૯૯ ૯ ૨૯ ૨૯-૦૯૯૦૯૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ --------------------- મહાવ્રતો - ------------------- વ્યવસ્થિત બોલવાની પ્રવૃત્તિ એમાં એકાગ્ર થવાનો પ્રયત્ન... આ બધું ભક્તિભાવોને જન્માવી દે. આવું દરેક પરિસ્થિતિ બાબતમાં સમજી લેવું. ઘણાની આજે ફરિયાદ હોય છે કે “અમને તે તે ક્રિયામાં ભાવ જ જાગતા નથી, તો એ ક્રિયા શા માટે કરવાની ?” પણ આ ફરિયાદની સામે એટલું જ કહેવાનું કે ભાવ ભલે નથી, પણ ભાવ જગાડવાની ઈચ્છા તો છે ને ? તો એ ભાવ જગાડવાની ઈચ્છા સાથે, વગરભાવે પણ તે તે ક્રિયા કરો. નક્કી વહેલા-મોડા એ ભાવો એ ક્રિયા દ્વારા જાગીને રહેશે. સંસારમાં પણ આવા પ્રસંગો બનતા જોવા મળે છે. (ક) “મારે ખાવાની ઈચ્છા જ નથી, ભૂખ જ નથી” એમ કહેનારાને પરાણે જમવા બેસાડવામાં આવે અને થાળીમાં પીરસાયેલી ભાતભાતની આઈટમો એ જૂએ, ચાખે અને ભૂખ ઉઘડી જાય. ધાર્યા કરતા બમણું ખાઈ લે. (ખ) “મારે લગ્ન કરવા જ નથી' એમ બોલનારાને બે-પાંચ પરિચયો બળજબરીથી કરાવવામાં આવે, એમાં કોઈક રૂપ-સ્વભાવાદિ ગમી જાય, અને લગ્ન કરવા તલપાપડ બની જાય. (ગ) “કશી ખરીદી કરવી નથી' એમ વિચારીને ડીપાર્ટમેન્ટ સ્ટોરમાં પ્રવેશ કરનારાઓને, ત્યાંની વસ્તુ જોનારાને ખરીદી કરવાની તીવ્રતભ ભાવના પ્રગટી જાય. " (ઘ) “મને ઉંઘ આવે છે, મારે કોઈ પીક્સર જોવું નથી...વગેરે બોલનારા સામે જ્યારે આકર્ષક પીક્સર દેખાડવામાં આવે, ત્યારે ઊંઘ ઊડી જાય અને પીક્સર જોવાની, પૂરુ જોવાની ઈચ્છા થઈ જાય. બસ, આ જ ગણિત બરાબર ધર્મક્ષેત્રે પણ લાગુ પડે છે. (અલબત્ત ઉપરના દૃષ્ટાંતોમાં તો અનાદિકાલીન સંજ્ઞાના કારણે તરત મન એમાં આકર્ષાઈ જાય, જ્યારે ધર્મક્ષેત્રમાં અનાદિસંસ્કાર ન હોવાથી તરત એમાં ભાવ આવવા અઘરા છે. છતાં ભાવની ઈચ્છા હોય, ભાવ માટેનો થોડો ઘણો પુરુષાર્થ હોય તો અવશ્ય ભાવ જાગી જાય... એમ ચોક્કસ કહી શકાય.) ‘ભલે ખાવાની સંજ્ઞા સતાવે, જાત-જાતનું મંગાવવાનું મન થાય પણ મારે આહારસંજ્ઞાને તોડવી છે. હું એને વશ નહિ થાઉં હું સીધી-સાદી ગોચરી જ વાપરીશ.' ભલે વિજાતીયના રૂપ જોવાનું મન થાય, પણ મારે વિકારી બનવું નથી. હું આંખ ઊંચી જ નહિ કરું... મનને મારીને નહિ, પણ મનને બરાબર સમજાવીને એના દોષોને કાબુમાં લઈને Page #88 -------------------------------------------------------------------------- ________________ ------------- સવ્વ સાવ નો પશ્વવિવામિ ---------------- પાપપ્રવૃત્તિઓનો ત્યાગ અને શુભપ્રવૃત્તિઓનું પાલન ચાલુ જ રાખવું. જેઓ શુભપ્રવૃત્તિ કરવાના ભાવ ન હોવાના કારણે શુભપ્રવૃત્તિ નથી કરતા, તેઓ છેવટે અશુભપ્રવૃત્તિઓમાં ખેંચાઈ જવાના અને ભયાનક અશુભભાવોનો ભોગ બની પુષ્કળ નુકસાન પામવાના. જુઓ. સાહેબ! દીક્ષા લેવાના ભાવ જ નથી જાગતા.” એવી ફરિયાદો કરનારા અને એના કારણે દીક્ષા ન લેનારા ઘણા છે, તેઓ છેવટે લગ્ન કરીને વધુ ને વધુ પાપમાં જ પડવાના ? “સાહેબ! ભગવાન પ્રત્યે ભક્તિભાવ નથી જાગતા” એમ કહીને પૂજા છોડનારા, પૂજા ન કરનારાઓ પીક્યરાદિમાં પરોવાઈને ઘોર પાપ બાંધવાના ને ? એને બદલે ભાવ વિના પણ, ભાવ જગાડવાના ભાવ સાથે દીક્ષા લેવાય, પૂજા કરાય તો ધીરે ધીરે સગવદિના પ્રતાપે ભાવ પણ પ્રગટી જ જાય. એટલે ગણધર મહારાજાઓ આપણને સાવચેત કરે છે કે “સામાયિકપરિણામ ન જાગે તોય એ પરિણામ જગાડવાની ઈચ્છાથી સાવદ્યયોગોનો ત્યાગ કરતા જ રહેજો. એ જ સામાયિકભાવને જન્માવશે, તગડો બનાવશે... આજે ઘણીવાર એવું બનતું જોવા મળે છે કે સંયમી પોતાનો મૂડ ન હોય તો તરત ક્રિયા છોડી દે છે. “ભાવ વિના ક્રિયા કર્યા કરવાથી શું લાભ ?” એમ વિચારતો રહે છે. આવું ન જ બનવું જોઈએ. મૂડ વિના પણ શુભક્રિયાઓને સમ્યક રીતે પકડી રાખવી જોઈએ. ૨. સામાયિક પરિણામ હોય તો યથાશક્તિ પાપત્યાગની પ્રવૃત્તિ થાય જ. નિશ્ચયનયને જ મહત્ત્વ આપનારાઓ બાહ્ય શુભક્રિયાઓ આદરવા ઉપર કે બાહ્ય અશુભ ક્રિયાઓ ત્યાગવા ઉપર બિલકુલ ભાર આપતા નથી હોતા. તેઓ તો “અમારામાં અનેકાનેક ગુણો છે.” એવી ભ્રમણામાં જ રહે છે ને હકીકત એ હોય છે કે એમની પાસે ખરા અર્થમાં એકેય ગુણ હોતા નથી. અમે તો ભાઈ! બધું જ ખાઈએ, ઘણીવાર ખાઈએ, છતાં અમે અનાસક્ત ! - અમે તો એરકન્ડીશનમાં રહીએ, પલંગ-સોફા પર ઉંઘીએ, મોંઘા-ચોખ્ખા કપડા પહેરીએ, સેટ-અત્તર નાંખીએ, બ્રેસલેટ અને વીંટીઓ પહેરીએ છતાં અમે દેહ પ્રત્યે વિરાગી! અમે તો યુવાન સ્ત્રીઓ સાથે હસી હસીને વાતો પણ કરીએ, એમની સાથે હાથ મિલાવવાનું ઔચિત્ય(!) પણ કરીએ, એમની અનુમોદના માટે પીઠ ઉપર ધબ્બો ય લગાવીએ... છતાં અમે તદન નિર્વિકારી !” - “અમે કોઈ સાધુ બાપુની પાસે ન જઈએ, અમારી પાસે જ ઘણું જ્ઞાન છે. સાધુઓ ---૨૯ -૯-૪-૯-૦૯-૪-૯૦૯- ૨ ૮૭) --૦૯ - - - - - - - - - - Page #89 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો અમારી પાસે આવે, અમે એમને સાચો માર્ગ દેખાડીએ. અમે કોઈને વંદનાદિ ન કરીએ... છતાં અમે નિરહંકારી, નમ્ર!” “અમારામાં માનસિક દોષો છે જ નહિ, અમને મનમાં ય કોઈ ઈર્ષ્યા, ક્રોધાદિ દોષો ઊભા થતા નથી. એટલે જ અમારે સ્વદોષ દર્શન કે ગુરુ પાસે આલોચનાદિ કરવાની જરુર જ નથી. અમે ત્તો સરળ !” આ ભૂમિકા છે નિશ્ચયવાદીઓની! કોણ સમજાવે એમને ? કે જેને ત્રણ-ચાર દિવસથી ભોજન નહિ મળવાના કારણે કકડીને ભૂખ લાગી હોય અને સામે જ ભોજન તૈયાર હોય એ કંઈ ખાધા વિના રહેવાનો છે ? કોણ સમજાવે એમને ? કે વૈશાખ-જેઠની ગરમીમાં બપોરે બાર વાગે ૧૦ કિ.મી. ચાલીને આવેલા, પરસેવાથી નીતરતા, સવારથી પાણીનું એક ટીપું પણ નહિ પીવા પામેલા માણસને કોઈ ઠંડા પાણીના સરબતના ગ્લાસ પીવા આપે તો એ કંઈ પીધા વિના રહેવાનો છે ? કોણ સમજાવે એમને ? કે લગાતાર ત્રણ દિવસથી સખત પરિશ્રમ કરનારને, આંખનું મટકું પણ ન લગાવી શકનારને એરકન્ડીશન રૂમમાં ડનલોપની ગાદી ઉપર ઉંઘવાનુ મળે તો એ કંઈ ઘસઘસાટ ઊંઘ્યા વિના રહેવાનો છે ખરો ? સાવ સીધી વાત આટલી છે કે આત્માની પરિણતિને તો કોઈ જોઈ શકતું નથી. એનું તો અનુમાન જ કરવાનું હોય છે એ અનુમાન બાહ્ય શુભપ્રવૃત્તિઓથી જ થઈ શકે છે. જેની પાસે એ બાહ્ય પ્રવૃત્તિ નહિ. એની પાસે પરિણિત હોવી એ માની ન શકાય. પર્વતની પાછળ, પેટાળમાં રહેલો અગ્નિ તો દેખાતો જ નથી. છતાં ત્યાં અગ્નિ છે, એવો નિર્ણય તો પર્વત ઉપર ધૂમાડો દેખાય તો જ થઈ શકે. જો પર્વત ૫૨ ધૂમ ન દેખાય તો અગ્નિનો નિશ્ચય ન કરી શકાય. એમ બાહ્ય શુભપ્રવૃત્તિઓ જો ન દેખાય તો એની પાસે ‘નિર્મળ પરિણતિ છે' એવો નિર્ણય ન કરી શકાય. જે બ્રહ્મચર્યની નવવાડો બરાબર પાળે, તેનામાં બ્રહ્મચર્ય પરિણતિ હોવાનો નિર્ણય થાય. જે નિર્દોષ, સાદી ગોચરી સંયોજનાદિ વિના વાપરે, તેનામાં ઉત્તમ અનાશક્તિનો નિર્ણય થાય. જે ગુરુના પ્રતિલેખન, કાપાદિ કાર્યોમાં પ્રયત્નશીલ દેખાય, તેનામાં ગુરુબહુમાનનો નિર્ણય થાય. જે રોજ ૮-૧૦-૧૨ કલાકનો સ્વાધ્યાય કરે, વિકથા ત્યાગે, તેનામાં અંતર્મુખતાનો *** XXX ८८ Page #90 -------------------------------------------------------------------------- ________________ હ---૯--૯-૨૯-ક-૧ સવૅ સીન્ન નો પથ્થઘામ --------------- નિર્ણય થાય. બાકી જ્યાં શુભપ્રવૃત્તિ નહિ, અશુભપ્રવૃત્તિત્યાગ નહિ ત્યાં શુભપરિણતિનો નિર્ણય ન થઈ શકે. ખુદ મહોપાધ્યાયજી કહે છે કે “તિહાં નિશ્ચયનય પરખીએ, જિહાં બહુ કિરિયા વ્યાપ રે.” જ્યાં ઘણી બધી શુભક્રિયાઓનું પાલન દેખાય ત્યાં પરિણતિ શુભ હોવાનો નિશ્ચય કરી શકાય. મહોપાધ્યાયજી કહે છે કે “મુગ્ધ પડે ભવકુપમાં જી, તિમ વિણ કિરિયાવાટ રે.” કુવાની આજુ બાજુ જો ઊંચી પાળ બાંધવામાં આવી ન હોય, જમીનને સમાન જ કુવો ખોદેલો હોય, તો ઘણા જીવો પાળ ન હોવાના કારણે કુવામાં પડવાના, મરવાના. એમ સંસાર એ એક કુવો છે. જેઓ શુભક્રિયાઓ રૂપી પાળ બાંધતા નથી, તેઓ નક્કી સંસાર કુવામાં પડવાના. * જેઓ ભરતચક્રી વગેરેના દૃષ્ટાંતો આપીને બાહ્ય શુભપ્રવૃત્તિઓને ત્યાગે છે, બીજાને પણ એનાથી દૂર ધકેલે છે, તેઓ પોતાના સમ્યગ્દર્શનનો ઘાત કરનારા બને છે. રે! આશ્ચર્ય તો એ છે કે એ નિશ્ચયવાદીઓ પણ પોતાના જીવનમાં ઢગલાબંધ બાબતોમાં બીજાઓ પાસે શુભપ્રવૃત્તિની સખત અપેક્ષા રાખતા હોય છે, જો એ પ્રવૃત્તિ ન દેખાય તો એની પરિણતિને ખરાબ માનનારા હોય છે... ત્યાં તેઓ પોતાની જ માન્યતાઓને અભરાઈ પર ચડાવી દેતા હોય છે. એ નિશ્ચયનયવાદીઓને પૂછો કે “તમારા દીકરાના નામે સતત કોઈ છોકરીના ફોન આવે, દીકરો બાર-બે વાગ્યા સુધી રાત્રે ઘરે ન આવે, દીકરો રોજના ૫૦૦-૧૦૦૦ રૂા. ખર્ચી નાંખે તો તમે શું માનશો? “દીકરો કોઈ લફરામાં ફસાયો છે' એમ જ માનશો ને ? ત્યાં કેમ એવી કલ્પના ન કરી કે “છોકરીના ફોન તો ધાર્મિક પદાર્થોની શંકાઓ દૂર કરવા માટે આવ્યા હશે. મારો દીકરો તો નિર્વિકારી છે. એ રાત્રે ૧૨-૨ વાગે ઘરે આવે છે. એ તો રાત્રે ઠંડીમાં ધ્રૂજતા ગરીબોને ધાબડા ઓઢાડવા જતો હશે, રોજના ૧૦૦૦ રૂ. નો ખર્ચ એનો જ થતો હશે... દીકરાની પ્રવૃત્તિઓ ખરાબ દેખાણી, તો દીકરાના આશયમાં પણ મલિનતા હોવાનો નિર્ણય થાય છે ને ? | એ નિશ્ચયવાદીઓને પૂછો કે “ઘરનો કોઈ માણસ આખો દિ' ખા-ખા કરતો હોય, ફ્રીજમાં કે ડબામાંથી વસ્તુઓ ચોરી ચોરીને ખાતો હોય. કિલો-કિલોની મીઠાઈ કે ફળાદિ એક-બે દિવસમાં જ ઝાપટી જતો હોય, ત્યાં તમે એને ખાઉધરો, ખાવામાં લંપટ માનશો કે અનાસક્ત ?” Page #91 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો એ નિશ્ચયવાદીઓને પૂછો કે “કોઈ તમારી સાથે ઝઘડો કરે, તમારી વિરુદ્ધમાં ચારેબાજુ ઊંધો પ્રચાર કરે, તમારો ધંધો તોડી નાંખવાના પ્રયત્નો કરે, ખૂન કરી નાખવાની ધમકી આપે - એને તમે તમારો શત્રુ-હિતદ્વેષી - નાલાયક માનશો કે મિત્ર, હિતેચ્છુ માનશો ? — ખરેખર આ પરમ આશ્ચર્ય છે કે નિશ્ચયની વાતો કરનારાઓ પોતાના જીવનમાં ડગલે ને પગલે બાહ્યપ્રવૃત્તિઓ જ જોતા હોય છે, એના આધારે જ અંદરની પરિણતિને નક્કી કરતા હોય છે... આટલો બધો વિવેક તેઓ પાસે હોવા છતાં જ્યારે ધર્મક્ષેત્રની વાત આવે, ત્યારે આ બધો વિવેક અદશ્ય થઈ જાય છે. પોતાના જીવનમાં તે તે શુભપ્રવૃત્તિઓ ન હોય તો પણ ત્યાં પરિણતિ સારી હોવાનો જોર-શોરથી દાવો કરતા હોય છે. નક્કી માનજો કે મોહનીયકર્મના અભેદ્ય સામ્રાજ્ય વિના આવી વિટંબણાઓ સંભવિત નથી. મોહનીયકર્મની આવી જાળમાં આપણે ફસાઈ ન જઈએ, એ માટે સમાયં શબ્દની નિશ્ચયગર્ભિત વ્યાખ્યાઓ આપ્યા બાદ ગણધર મહારાજાઓએ વ્યવહારનયને પણ બરાબર જાળવવાની પ્રતિજ્ઞા ગોઠવી દીધી કે સર્વાં સાવનૂં નોમાં પન્વામિ જે સાવઘ યોગો છે, પાપરૂપ અનુષ્ઠાનો છે. એ બધાને હું ત્યાગુ છું. આધાકર્મી ભોજન, વગેરે વગેરે લાખો સાવઘયોગો પ્રસિદ્ધ જ છે, એ બધાનો ત્યાગ કરવાની આ પ્રતિજ્ઞા છે. જે સંયમીઓ આ ભીષ્મપ્રતિજ્ઞા લીધા પછી પણ તે તે સાવદ્યયોગોને સેવે છે. તેઓ આ ભીષ્મપ્રતિજ્ઞાનો ભંગ કરવાનું પાપ બાંધે છે. પ્રશ્ન : ગાઢ માંદગીમાં ગુર્વાદિના કહેવાના કારણે ના છૂટકે આધાકર્મી વા૫૨ના૨ પણ પ્રતિજ્ઞાભંજક ગણાશે ? લાંબો વિહાર હોવાના કારણે અંધારામાં વિહાર કરવા રૂપ સાવદ્યપ્રવૃત્તિ કરનાર પણ પ્રતિજ્ઞાભંજક ગણાશે ? હરણિયાઓને બચાવવા માટે શિકારીઓની સામે જૂઠું બોલવા રૂપ સાવદ્યપ્રવૃત્તિ કરનાર પણ પ્રતિજ્ઞાભંજક ગણાશે ? સુપાત્ર આત્માને એના સ્વજનો કોઈપણ હિસાબે દીક્ષાની ૨જા ન આપે ત્યારે શાસ્ત્રીયક્રમ જાળવ્યા બાદ છેલ્લે ભગાડીને દીક્ષા આપવા રૂપી સાવઘ પ્રવૃત્તિ કરનાર પણ પ્રતિજ્ઞાભંજક ગણાશે ? *** સંવિગ્નગીતાર્થ આચાર્ય સાધ્વીજી કે શ્રાવકોને આલોચના આપવા માટે એમની સાથે બેસીને વાતો કરે કે અશક્ત સાધુ શક્તિ માટે વિગઈઓ વાપરે એટલે શું એ સાધુ નવવાડોના પાલનની પ્રતિજ્ઞાનો ભંજક ગણાશે ? ૯૦ Page #92 -------------------------------------------------------------------------- ________________ ના ---- ----- ----- સવ્વ સાવM નો પશ્ચરિવામિ ----------- ---- અભ્યાસાદિ માટે આજે પુસ્તકો રાખવા પડે, અતિઠંડીમાં ધાબડાદિ પણ વાપરવા પડે. આ બધું વધારાનું રાખે એટલે શું સાધુ પાંચમા મહાવ્રતની પ્રતિજ્ઞાનો ભંજક ગણાશે ? એમ માંદગી વગેરેના લીધે દવાઓ પાસે રાખવી પડે, આ રીતે રાત્ર સંનિધિદોષ સેવવો પડે. તો શું એટલા માત્રથી જ એ સાધુ પ્રતિજ્ઞાભંજક ગણાશે? એણે રાત્રિભોજન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધેલી ને ? જો સવ્વ સાવિન્ન નો પવરવામિ થી તમામે તમામ સાવદ્યયોગોનો ત્યાગ કરવાનો જ હોય, તો શાસ્ત્રોએ આ બધા કાર્યો સાવદ્ય = નિંદનીય કહ્યા જ છે, એટલે આપણે એ બધાનો ત્યાગ કરવો જ પડે. પણ આપણે બધા અનેક આવા સાવદ્યો આચરીએ છીએ. તો પછી આપણે બધા પ્રતિજ્ઞાભંજક જ બની રહ્યા ને ? ઉત્તર ઃ વૃત્તિકાર મહર્ષિએ અવદ્ય = નિંદનીય કાર્ય એમ જણાવ્યું છે. પણ નિંદનીય એટલે શું? કઈ વસ્તુ નિંદનીય બને? શું જે વસ્તુનો શાસ્ત્રોમાં સીધે સીધો નિષેધ હોય તે વસ્તુ નિંદનીય બને ? જો એમ હોય તો તમે કરેલા પ્રશ્નો પ્રમાણે લગભગ તમામ સાધુઓને પ્રતિજ્ઞાભંજક માનવાની આપત્તિ આવવાની. રે ! કોઈક તો એમ પણ કહેશે કે “આ પ્રતિજ્ઞા બોલતી વખતે જ વાયુકાયની હિંસા થાય છે, અને એ સાવદ્ય છે. એટલે સાધુ પ્રતિજ્ઞા લેતી વખતે જ પ્રતિજ્ઞાનો ભંજક બની રહે... * આ બધી ગેરસમજો દૂર થાય એ માટે જ અવદ્ય શબ્દની વધુ સ્પષ્ટ વ્યાખ્યા વૃત્તિકારશ્રીએ દર્શાવી છે કે ક્રોધાયો વા વત્વા:, અવનિતિ વર્તતે, सर्वावद्यहेतुत्वात् तेषां कारणे कार्योपचारात् । सह तेन - अवद्येन यस्तु योगः य एव व्यापारः, असौ सावध इत्युच्यते । ક્રોધાદિ ચાર કષાયો એ અવદ્ય છે. કેમકે ચાર કષાયો બધા જ અવદ્યોનું પાપકર્મબંધોનું કારણ છે. એટલે કારણભૂત કષાયોને જ અવદ્ય કહ્યા છે. આ કષાયો રૂપી અવદ્યવાળી મન-વચન-કાયાની પ્રવૃત્તિ એનું નામ સાવદ્ય. બધા અનુષ્ઠાન એકાંતે નિંદનીય નથી કે એકાંતે પ્રશંસનીય નથી. ખરાબ દેખાતા એવા જે અનુષ્ઠાનોમાં ચાર કષાયોમાંથી કોઈપણ એક કષાયનો ભાવ – મલિનભાવ ભળેલો હોય તો જ એ યોગ સાવદ્ય - નિંદનીય બને છે. - નિષ્કારણ આધાકર્મી વાપરે, એના એ યોગમાં આસક્તિભાવ = લોભોદય ભળેલો છે, માટે એ યોગ સાવદ્ય બને. પણ ગાઢકારણસર આધાકર્મી વાપરે, એ પણ સાજા થઈ વધુ સંયમ પાળવા માટે, આર્ત- ધ્યાનાદિ નિવારણ માટે વાપરે... તો એ યોગમાં કષાયભાવ ભળેલો નથી, ઉર્દુ કષાયોનો ક્ષયોપશમ ભળેલો છે. એટલે આધાકર્મી વાપરવું એ વખતે સાવદ્ય છે જ નહિ. અને એ સાવદ્ય નથી, માટે જ તો આવા કારણિક ના નાનાના-ઉલ------------ ૯૧ -------------------- Page #93 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો આધાકર્મીની શાસ્ત્રોએ અપવાદમાર્ગરૂપે છૂટ આપી છે ને ? એટલે કે આવું આધાકર્મી શાસ્ત્રથી નિષિદ્ધ જ નથી, ત્યાં તો શાસ્ત્રોની સંમતિ છે. એટલે જ એ આદરવામાં શાસ્ત્રાજ્ઞાનો ભંગ ગણાય જ શી રીતે ? સાધુએ તો સાવઘયોગના ત્યાગની પ્રતિજ્ઞા લીધી છે, આ તો સાવદ્ય જ નથી, તો એને આદરે તો પણ એમાં પ્રતિજ્ઞાનો ભંગ થતો જ નથી. એમ ગુરુથી પોતાનું પાપ છુપાવવા માટે કોઈ સાધું જૂઠું બોલે તો એ મૃષાવાદનો યોગ માયા નામના કષાયથી ખરડાયેલો છે, એટલે જ એ સાવદ્ય છે. એટલે જ એ યોગથી પ્રતિજ્ઞાભંગનો દોષ લાગે. પરંતુ હરણિયાઓને બચાવવા માટે શિકારીઓ સામે મૃષા બોલે તો એ મૃષાભાષામાં કોઈ ક્રોધાદિકષાયો જોડાયેલા નથી. એટલે જ એ યોગ સાવદ્ય નથી. એટલે જ એમાં પ્રતિજ્ઞાનો ભંગ ન થાય. શિષ્યો ક૨વાની લાલસાથી શાસ્ત્રાજ્ઞા ઉલ્લંઘીને માતા-પિતાની ૨જા વિના જો સાધુ કોઈ મુમુક્ષુને દીક્ષા આપે તો એમાં લોભકષાય ભળેલો છે, માટે તે સાવદ્ય ગણાય. પણ “તે મુમુક્ષુના આત્માનું હિત થાઓ, શાસનની પરંપરા અવિચ્છિન્ન ચાલો...” આવા શુભ આશયથી બધી યતના સાચવવા પૂર્વક મુમુક્ષુને ભગાડીને દીક્ષા આપે તો એમાં કષાય ભળેલો ન હોવાથી એ સાવદ્ય જ નથી. મનની મલિનવૃત્તિઓને પોષવા માટે સાધુ સ્ત્રી વગેરે સાથે વાતો કરે તો એ સાધુનો યોગ લોભકષાયવાળો છે, આસક્તિભાવથી મલિન છે... માટે એ સાવઘ! જ્યારે ગીતાર્થ-સંવિગ્ન આચાર્ય તમામે તમામ મર્યાદાઓ જાળવવાપૂર્વક સ્ત્રીની આલોચના લેતા હોય તો એમાં કષાયભાવ ભળેલો જ ન હોવાથી એ યોગ સાવદ્ય ન કહેવાય. આવું બાકીના યોગોમાં પણ સમજી લેવું. સંસારમાં પણ આ વાત અનુભવાય છે કે માણસની બાહ્યપ્રવૃત્તિ દેખીતી રીતે ખરાબ હોય, તો પણ જો એમાં એનો ભાવ સારો ભળેલો હોય તો એ પ્રવૃત્તિ સાવદ્ય = પાપ રૂપ ગણાતી નથી. અચાનક રસ્તા ઉપર દોડી ગયેલા નાના બાળકને બચાવવા માતા એની પાછળ દોડે અને અકસ્માતમાંથી બાળકને બચાવવા એને જોરથી ખેંચે કે બીજી બાજુ ધક્કો દઈને પાડી દે... તો આ પ્રવૃત્તિ આમ અશુભ હોવા છતાં પણ એમાં આશય સારો હોવાથી “માતાએ ખરાબ કર્યું” એવું કોણ કહે છે ? હજારો માણસોને મારી નાંખવા માટે બોમ્બ ફોડવાની યોજના ગોઠવતા ત્રાસવાદીઓને પોલીસ ઠાર કરી દે, તો તેમાં હજારો નિર્દોષોને બચાવવાનો આશય હોવાથી “પોલીસોએ માણસોને મારી નાંખીને માનવતાનો ઘાત કર્યો છે” એવું કોણ કહે છે ? ૯૨ Page #94 -------------------------------------------------------------------------- ________________ * सव्वं सावज्जं जोगं पच्चक्खामि વિદ્યાર્થીઓના હિત માટે એમને શિક્ષા કરતા, કડકાઈ કરતા શિક્ષકો માટે ‘બાળકોને મારવા, શિક્ષા કરવી એ ખોટું છે' એવું કોણ કહે છે ? દર્દીને બચાવી લેવાના એકમાત્ર સારા ભાવથી કોઈ ડોક્ટર ઓપરેશન કરે છે, બધી મહેનત કરે છે. પણ દર્દી મરી જાય છે. તો ‘ડોક્ટરે દર્દીને મારી નાંખ્યો’ એવું કોણ કહે છે ? હા! બાળકનો મિત્ર જ ક્યારેક ઝઘડો થવાથી ગુસ્સામાં આવી એ બાળકને ધક્કો મારીને પાડી દે, ત્રાસવાદીઓ જ ચાર પાંચ માણસોને ઠાર કરી દે, બાળકો ફી ન ભરી શકે એટલે ગુસ્સે ભરાઈને શિક્ષકો બાળકોને મારે કે કાઢી મૂકે, લુંટારાઓ ચપ્પુ દ્વારા દર્દીનું પેટ ફાડી નાંખે... તો એ બધામાં લોકો બોલશે કે ‘આ ખરાબ થયું, પાપ થયું.' બાહ્યયોગ દેખાવા છતાં જ્યાં ફોઈ કષાયભાવ=મલિનભાવ ભળતો નથી, ત્યાં એ યોગ સાવઘ=પાપ નથી કહેવાતો. એટલે આ વાત બહુ સ્પષ્ટ સમજી રાખવી કે સાધું જો ખરેખર ચોક્ખો, સાચો અપવાદ સેવે, તો એ અપવાદ સાવદ્ય છે જ નહિ, પાપ છે જ નહિ, કષાયભાવથી મલિન છે જ નહિ, અને એટલે સાધુ એ અપવાદ સેવે, તો પણ એણે સાવઘયોગનું સેવન કરેલું ન જ કહેવાય. અને એટલે જ એને પ્રતિજ્ઞાભંગનો કોઈ જ દોષ લાગતો નથી. જેમ ઉત્સર્ગમાર્ગ એ જિનાજ્ઞા છે, શાસ્ત્રમાન્ય છે, આદરણીય છે. એમ અપવાદમાર્ગ એ જિનાજ્ઞા છે, શાસ્ત્રમાન્ય છે, આદરણીય છે. રે ! જો વધુ ઉંડાણમાં ઉતરીએ તો બાહ્ય શુભપ્રવૃત્તિ પણ જો કષાય ભાવથી મલિન બનેલી હોય તો એ સાવઘયોગ બની જાય છે. એટલે જ એવી શુભપ્રવૃત્તિ આચરનાર જ આજ્ઞાભંજક બની રહે છે. ... “હું કેટલો મહાસંયમી છું એ આ બધા સાધુઓને દેખાડી દઉં” આવી મેલી ભાવનાથી પ્રેરાઈને કોઈ સાધુ આધાકર્મી ન વાપરે, નિર્દોષ ગોચરી માટે કલાક-દોઢ કલાક ફરે, દૂર દૂર જાય તો એની આ શુભપ્રવૃત્તિ યશકીર્તિની લાલસા રૂપી લોભકષાયથી, સાધુઓને ઠગવાના ભાવરૂપી માયાકષાયથી, પોતાની મહાનતા દેખાડવાની ભાવના રૂપ માનકષાયથી મલિન છે, માટે સાવદ્ય છે. માટે સાધુને પ્રતિજ્ઞાનો ભંગ કર્યાનો દોષ ચોક્કસ લાગે. “આ બધા ભૂંડો ગંદકી ખૂબ કરે છે. રાત્રે ચીસો પાડીને ઉંઘ બગાડે છે. મને બચકું પણ ભરી દીધું. આ બધા ન હોય તો શાંતિ !” આ રીતે ભૂંડો પ્રત્યેના તિરસ્કારને લીધે કોઈક માણસ ભૂંડો પકડવા આવેલા શિકારીઓને ભૂંડોનું સ્થાન બતાવી દેવા રૂપી સત્યવચન બોલે, તો એ સત્યવચન પણ ક્રોધકષાયથી ભળેલું હોવાથી સાવદ્ય જ છે. ૯૩ * Page #95 -------------------------------------------------------------------------- ________________ ---------------------. મહાવતો -------------------- અન્ય ગચ્છના કે અન્યગ્રુપના સાધુઓ કોઈક મુમુક્ષુને ભગાડીને દીક્ષા આપવા માંગતા હોય, હવે એ ગચ્છ કે ગ્રુપ પ્રત્યેની ઈર્ષ્યા કે ક્રોધના લીધે ત્યાં મુમુક્ષુની દીક્ષા થાય એ આપણને ઈષ્ટ ન હોય... અને એટલે આપણે “આ રીતે માતા-પિતાની રજા વિના દિક્ષા આપવી એ ચોરી કહેવાય. સાધુથી આવું ન કરાય. આ પાપ છે” વગેરે કહીને ભાગીને થતી દીક્ષા અટકાવીએ, માતા-પિતાને આશ્વાસન આપીએ... તો એ પ્રવૃત્તિ ચોરી અટકાવવા રૂપ સારી દેખાવા છતાં પણ કષાયભાવથી ભરેલી હોવાથી સાવદ્ય જ છે. સ્ત્રીઓને પોતાના તરફ વધુ આકર્ષવા માટે જ જો મલિનભાવથી પ્રેરાઈને બ્રહ્મચર્યની નવવાડોનું પાલન કરવું, સ્ત્રીઓ સામે ન જોવું... વગેરે શુભપ્રવૃત્તિ કરવામાં આવે તો એ શુભપ્રવૃત્તિ વિકાર + માયા એ બંને કષાયોથી મલિન હોવાથી સાવદ્ય જ છે. પોતાના મતના કદાગ્રહના કારણે દિગંબરો કપડા પણ ન પહેરવા રૂપી કઠોરજીવન જીવે છે, પણ આ કઠોરજીવન કદાગ્રહ, અજ્ઞાન વગેરેથી મલિન બનેલું હોવાથી સાવદ્ય જ છે. આ વાત સંસારમાં પણ જોવા મળે છે. પક્ષીઓને જાળમાં ફસાવવા માટે દાણાઓ નાંખવાની શિકારીની શુભપ્રવૃત્તિને લોકો સાવદ્ય જ કહે છે ને ? પાકિસ્તાનને પ૬ કરોડ રૂપિયા ભારતવિભાજન વખતે આપણે આપવાના નક્કી થયા છે. એ મેં વચન આપ્યું છે. તો એ પ૬ કરોડ રૂપિયા આપણે પાકિસ્તાનને આપવાના જ. ભલે તેઓ તેમાંથી શસ્ત્રો ખરીદીને આપણને જ મારવા માટે એનો ઉપયોગ કરે, તો પણ આપણે તો આપણું વચન પાળવું જ” પોતાના સત્યવચન માટેની આવી ટેક દેખાવમાં સારી હોવા છતાં હજારો-લાખો માણસોના મોતનું કારણ બનતી હોવાના કારણે જ ગાંધીજીની આ ટેકને લોકો મૂર્ખતા ભરેલી = પાપરૂપ જ કહે છે ને ? કુલટા સ્ત્રીઓ પરપુરૂષને આકર્ષવા માટે જ ઘુંઘટથી મોટું ઢાંકવા વગેરે રૂપ સતીસ્ત્રીના આચારોને પાળે છે, ત્યારે લોકો એની આ કહેવાતી સારી પ્રવૃત્તિને પણ પાપ જ કહે છે ને ? સોનિયાગાંધી વડાપ્રધાન બને અને પછી ભારતના અબજો રૂપિયા વિદેશમાં રહેતા ગરીબ લોકોના ઉદ્ધારમાં વાપરે, તો એ અનુકંપાની પ્રવૃત્તિ ખરેખર તો ભારતરાષ્ટ્ર તરફની ગદારીથી જ ભરેલી હોવાથી લોકો એ શુભપ્રવૃત્તિનો પણ વિરોધ કરવાના જ ને? “ભારતના અબજો રૂપિયા ભારતના ગરીબો માટે કેમ નહિ?' એમ પુછવાના જ ને? સાર એ આવ્યો કે ઉત્સર્ગઃ શુભભાવો + શુભપ્રવૃત્તિ એ સાવદ્ય નથી જ, નિરવદ્ય છે. એમાં વ્રતભંગ Page #96 -------------------------------------------------------------------------- ________________ નીલ- ૯ - - - - - - સવ્વ સવિર્ષ નો પāવવાનિ - ૯ ૯ -------- ન થાય. અપવાદ : શુભભાવો + અશુભપ્રવૃત્તિ એ સાવદ્ય નથી જ, નિરવઘ છે. એમાં વ્રતભંગ ન થાય. અશુભભાવો + શુભપ્રવૃત્તિ એ સાવદ્ય છે, નિરવદ્ય નથી. એમાં વ્રતભંગ થાય. અશુભભાવો + અશુભપ્રવૃત્તિ એ સાવદ્ય છે, નિરવદ્ય નથી. એમાં વ્રતભંગ થાય. હા ! મોટા ભાગે તો શુભપ્રવૃત્તિ શુભભાવવાળી જ હોય છે, ક્યારેક જ આવું બને કે શુભપ્રવૃત્તિ અશુભભાવવાળી હોય. મોટા ભાગે તો અશુભપ્રવૃત્તિ અશુભભાવવાળી જ હોય છે, ક્યારેક જ આવું બને કે અશુભ પ્રવૃત્તિ શુભભાવવાળી હોય. આપણે પ્રતિજ્ઞામાં સર્વ સાવદ્યયોગોનો ત્યાગ કરેલો છે ને ? એનો અર્થ જ એ કે આપણે અશુભભાવવાળી અશુભપ્રવૃત્તિઓનો અને અશુભભાવવાળી શુભપ્રવૃત્તિઓનો ત્યાગ કરેલો છે. પરંતુ શુભભાવવાળી શુભપ્રવૃત્તિઓનો (ઉત્સર્ગમાર્ગનો) અને કારણે શુભભાવવાળી અશુભપ્રવૃત્તિઓનો (અપવાદમાર્ગનો) ત્યાગ કરેલો નથી. નિશ્ચયનય તો એમ જ કહેશે કે શુભભાવ એ જ નિરવદ્યયોગ. અંશુભભાવ એ જ સાવદ્યયોગ. પણ એ એકલા ભાવો પ્રમાણે વ્યવહાર ચાલતો નથી, એટલે વ્યવહાર ઉપર કહ્યા મુજબ માને છે. આમ, સવ્વ સાવM નો પર્વેચ્છામિ શબ્દનો સાર : (ક) શુભભાવ ન હોય તો પણ શુભભાવ લાવવાના ભાવ સાથે શુભ પ્રવૃત્તિ કરતા જ રહેવું. (ખ) (શુભભાવ છે.) એનો નિર્ણય બાહ્ય શુભપ્રવૃત્તિઓથી થાય. જ્યાં શુભપ્રવૃત્તિ નથી, ત્યાં પ્રાયઃ શુભભાવનો સંભવ નથી. | (ગ) શુદ્ધ ઉત્સર્ગ અને શુદ્ધ અપવાદ એ બંને નિરવદ્યયોગ છે. અપવાદને સાવઘયોગ ન માનવો. કેમકે કષાયાદિ મલિનભાવવાળો યોગ જ સાવદ્યયોગ કહેવાય છે, અને એનો જ આપણે બધાએ ત્યાગ કરવાનો છે, એની જ આપણે પ્રતિજ્ઞા લીધી છે. આમાં હજી પણ ઘણી વાતો વિચારી શકાય છે. જિજ્ઞાસુઓએ ગીતાર્થોને એ અંગે પૃચ્છા કરવી. Page #97 -------------------------------------------------------------------------- ________________ ७. जावज्जीवाए આ પ્રતિજ્ઞા કેટલા કાળ માટે છે? એ કાળમર્યાદા દર્શાવવા માટે આ નાજ્ઞીવાણ શબ્દ છે. શ્રાવકો નવનિયમ શબ્દ બોલે છે. “જ્યાં સુધી મારે આ નિયમ હોય, ત્યાં સુધી...” અર્થાત્ તેઓ ૪૮ મિનિટ માટે આ પ્રતિજ્ઞા લેતા હોય છે. પણ આપણી પ્રતિજ્ઞા ૪૮ મિનિટ માટેની નથી. આપણી પ્રતિજ્ઞા જ્યાં સુધી આ ભવ ટકે ત્યાં સુધીની છે. આ મનુષ્પાયુષ્યનો ઉદય જ્યાં સુધી રહે ત્યાં સુધી આ ભીષ્મપ્રતિજ્ઞા આપણે પાળવાની છે. પ્રશ્ન : આપણે આખી જીંદગી માટે આ પ્રતિજ્ઞા લઈએ છીએ, એનો અર્થ એ કે આ જીંદગી પૂરી થયા બાદ આપણે સાવદ્યયોગોને ત્યાગવા માંગતા નથી. અર્થાત્ મર્યા પછી બધા પાપો કરવાની આપણે છૂટ રાખીએ છીએ. આ તો ખરાબ જ કહેવાય ને ? જેમ કોઈ શ્રાવકને ઉપદેશ આપીએ કે “તું ચોવિહાર કરવાની બાધા કર.” અને એ કહે કે “મહીનામાં જે ચારપાંચ રવિવાર આવે, એમાં હું રાત્રે ખાવાની છૂટ રાખું છું- બાકીના ૨૫ દિવસ બંધ તો એનો અર્થ સ્પષ્ટ જ છે કે એ પાંચ રવિવારના દિવસોના રાત્રિભોજનની એના મનમાં અનુમોદના પડી છે. એની વિરતિનો પરિણામ આ શ્રાવક પાસે નથી. એટલે એનો આ પરિણામ દેશવિરતિ જ ગણાય. રાત્રિભોજનની સંપૂર્ણવિરતિ ન ગણાય. કેમકે પાંચ દિવસની બાધા લીધી નથી. તો આપણે પણ સર્વવિરતિધર ન જ ગણાઈએ ને? તમામે તમામ પાપોની તમામે તમામ ક્ષેત્રોમાં, તમામે તમામ કાળે વિરતિ એનું નામ જ સર્વવિરતિ ! આપણે તો પેલા શ્રાવકે જેમ માત્ર ૨૫ દિવસની બાધા લીધી, પાંચ દીવસની ન લીધી. એમ માત્ર આજીવન પૂરતી જ બાધા લીધી, એ પછીના કાળની તો ન જ લીધી ને ? તો આપણે પણ દેશવિરતિધર જ ગણાઈએ ને ? એ શ્રાવકને જેમ “પાંચ દિવસોમાં રાત્રિભોજન કરવાની ઈચ્છા છે” એવું સ્પષ્ટ સમજાય છે, તેમ આપણને પણ “જીંદગી પૂરી થયા બાદ પાપો કરવાની ઈચ્છા છે” એવું જ આ નવિષ્નવાશબ્દના આધારે માનવાનું મન થાય છે. ખરેખર તો આપણી પ્રતિજ્ઞા નાવમુત્તીણ હોવી જોઈએ. જ્યાં સુધી મોક્ષ ન થાય, ત્યાં સુધી હું તમામ પાપોનો ત્યાગ કરું છું. રે ! ખરેખર તો આ પણ ન ચાલે, કેમ કે મોક્ષમાં ગયા પછી પણ આપણે પાપ તો કરવા જ નથી. આપણે તો કાયમ માટે, સર્વકાળ --- -- - -- - ૯૬ -- ----- ------- Page #98 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - નાવીવાર - - - - - - - માટે એનો ત્યાગ કરવા માંગીએ છીએ. એટલે વ્યાત્રિના આવો પાઠ હોય તે વધુ બરાબર ગણાય. ઉત્તર: આર્યરક્ષિતસૂરિના ગોષ્ઠામાહિલ નામના મામામુનિની આ જ માન્યતા હતી, એ નિદ્ભવ ગણાયા છે. શ્રાવક પાંચ દિવસની છૂટ રાખે છે, એમાં એનો એ રાત્રિભોજન પ્રત્યેનો રાગભાવ કામ કરે છે. રવિવારે બહાર ફરવા જવું, હોટલાદિનું ખાવું... એ એને ગમે છે, માટે એટલી છૂટ રાખે છે. “આ મારે ન કરવું જોઈએ” એવી સાચી સમજણ એની પાસે હોવા છતાં પણ કષાયોદયને પરવશ બનીને એ પાંચ દિવસની છૂટ રાખે છે. એટલે એની પાસે સંપૂર્ણ ભાવવિરતિ નથી જ, એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. - જ્યારે આપણે માત્ર આજીવનની જે પ્રતિજ્ઞા લઈએ છીએ. એની પાછળ કંઈ એવો ભાવ નથી કે “હું મરીને દેવલોકમાં જવાનો, ત્યાં તો મારે ભોગસુખો ભોગવવા છે, સંસારના સુખોની મજા માણવી છે, એટલે હું માત્ર આજીવન પૂરતી પ્રતિજ્ઞા લઉં” આવો ભાવ જો કોઈને હોય, તો એને સર્વવિરતિપરિણામમાં વાંધો આવવાનો જ. આપણી ભાવના તો એ છે કે “મૃત્યુ પછીની વાત મારા હાથમાં નથી. જો હું દેવ થાઉં (અને મોટા ભાગે દેવ જ થવાનું હોય છે.) તો ત્યાં તો દેશવિરતિ પણ નથી, એ હું જાણું છું. હું ત્યાં ગમે એટલી ઈચ્છા કરું તો પણ દેશવિરતિપરિણામને પામી શકવાનો નથી જ. એટલે જ જો હું આજીવન કરતા પણ વધારે સમયની બાધા લઉં, તો નક્કી મારી બાધા તૂટવાની જ. તો જે બાધા એકાંતે તૂટવાની હોય, એ બાધા લેવાય કેમ ? એટલે મારે અવિરતિ જોઈતી નથી, મારે ભોગસુખો જોઈતા નથી, છતાં એ મને વળગવાના જ છે. એટલે વ્રતભંગનો દોષ ન લાગે, એ માટે હું આજીવનની બાધા લઉં છું. આજીવનની બાધા તો મારા માટે શક્ય છે જ...” આમ અહીં કોઈ મલિનભાવના, ભોગસુખવાંછના વગેરે છે જ નહિ, અને એટલે જ એમાં સર્વવિરતિનો પરિણામ પણ બરાબર સંભવે જ છે. એમાં કોઈ વાંધો આવતો નથી. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮. સિવિર્દ વિવિધ માં વાવાઈ न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि ॥ બધા ય સાવદ્યયોગોનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી. પણ એનો અર્થ કોઈ એમ કરે કે “હું કોઈપણ સાવઘયોગ જાતે નહિ કરું, એ રીતે જ ત્યાગ કરીશ. બાકી બીજાઓ પાસે સાવદ્યયોગ કરાવીશ તો ખરો જ...” તો એ ન ચાલે ને ? ' એ જ પ્રમાણે કોઈ એમ કહે કે “હું કોઈપણ પાસે સાવદ્યયોગ કરાવીશ નહિ, પરંતુ જે કંઈપણ સાવદ્યયોગ કરવા પડશે, તે બધા જ જાતે કરીશ” તો એ પણ ન ચાલે ને? કોઈ વળી એમ કહે કે “હું સાવઘયોગ કરીશ નહિ, કરાવીશ પણ નહિ, પણ કોઈ મારા નિમિત્તે કરતું હશે, તો એને અટકાવીશ નહિ, એની મૂક સંમતિ આપીશ.” તો આ પણ ન ચાલે ને ? આ કરણ,કરાવણ અને અનુમોદન એ ત્રણેય પ્રકારના સાવદ્યયોગનો ત્યાગ કરવાનો છે, એ દર્શાવવા માટે સિવિર્દ શબ્દ છે. ત્રિવિધ=કરણ, કરાવણ, અનુમોદન એમ ત્રણ પ્રકારનો જે સાવદ્યયોગ, તેનો ત્યાગ કરીએ છીએ. કોઈ વળી એમ કહે કે “હું ત્રિવિધ સાવદ્યયોગનો ત્યાગ કરું છું. પણ એ માત્ર કાયા-મનથી જ... વચનથી એ ત્રિવિધ સાવદ્યયોગ કરવાની છૂટ...” એમ કોઈ કાયાથી ત્રિવિધ સાવદ્યયોગની છૂટ રાખે, વચન-મનથી બંધ રાખે... કોઈ મનથી ત્રિવિધ સાવદ્યયોગની છૂટ રાખે, વચન-કાયાથી બંધ રાખે... આ બધું પણ ન ચાલે. એટલે તિવિ શબ્દ મુકેલો છે. અર્થાત્ મનથી, વચનથી, કાયાથી ત્રિવિધ સાવદ્યયોગોનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવાય છે. આ તિવિદં તિવિM શબ્દનો અર્થ કોઈને ન સમજાય તો? એ માટે સૂત્રમાં જ એનો અર્થ દર્શાવે છે. એમાં સૌપ્રથમ તિવિહેણું શબ્દનો અર્થ દર્શાવે છે કે મનથી, વચનથી, કાયાથી મvi, વાયાણ, Ivi / એ પછી તિવિર્દ શબ્દનો અર્થ દર્શાવે છે કે “કરેમિ, ન વેનિ, તંપિ મને ન સમyગાળામ...” હું કરીશ નહિ, કરાવીશ નહિ કે કરનારા કોઈને પણ અનુમતિ --------------- જ - - ૯૮ - - - - - - - - - - ૯૯૦૯ જી-- Page #100 -------------------------------------------------------------------------- ________________ --------૦૯-૯-૯ તિવિર્દ સિવિલું માં વાયા, or ----------- આપીશ નહિ.. પ્રશ્ન : તિવિદ તિવિષે લખેલું છે, તો ક્રમ પ્રમાણે પહેલા તિવિë શબ્દનો અર્થ બતાવવો જોઈએ ને ? એને બદલે પહેલા તિવિહેvi નો અર્થ કેમ બતાવ્યો ? ખરેખર તો સૂત્ર આ પ્રમાણે હોવું જોઈએ કે ન કરેમિ, રમિ, સમજુના િ.. मणेणं वायाए काएणं - ઉત્તર : તમારી વાત સાચી છે, છતાં આ જે ક્રમબદલી કરી છે, તે એટલું દર્શાવવા માટે કે મન-વચન-કાયા હોય તો જ કરણ-કરાવણ-અનુમોદન થઈ શકે. આ આપણે સંક્ષેપથી અર્થ જોયો. હવે આનો ઉંડાણપૂર્વક અર્થ વિચારીએ. (૧) મનથી કોઈપણ સાવદ્યયોગ કરવો નહિ. (૨) મનથી કોઈપણ સાવદ્યયોગ કરાવવો નહિ. (૩) મનથી કોઈપણ સાવદ્યયોગ અનુમોદવો નહિ. (૪) વચનથી કોઈપણ સાવદ્યયોગ કરવો નહિ. (૫) વચનથી કોઈપણ સાવદ્યયોગ કરાવવો નહિ. (૬) વચનથી કોઈપણ સાવદ્યયોગ અનુમોદવો નહિ. . (૭) કાયાથી કોઈપણ સાવદ્યયોગ કરવો નહિ. - (૮) કાયાથી કોઈપણ સાવદ્યયોગ કરાવવો નહિ. (૯) કાયાથી કોઈપણ સાવદ્યયોગ અનુમોદવો નહિ. આ રીતે નવકોટિના પચ્ચકખાણ થાય છે. પ્રશ્ન : આ વાત બરાબર નથી. અમે તો એવું માનીએ છીએ કે .: (૧) કાયાથી સાવદ્યયોગ કરવો નહિ. (૨) વચનથી સાવદ્યયોગ કરાવવો નહિ. (૩) મનથી સાવદ્યયોગ અનુમોદવો નહિ. અને આ વાત જ બરાબર લાગે છે દા.ત. આધાકર્મીભોજન રૂપ સાવદ્યની વિચારણા કરીએ તો એ તો કાયાથી જ થઈ શકે ને? મનથી આધાકર્મી ખવાતું હશે ? ભાષા બોલવાથી આધાકર્મી ખવાતું હશે ? એ તો હાથ વડે આધાકર્મીના કોળીયા મોઢામાં મૂકીએ તો જ આધાકર્મી ખવાય ને ? એમ કોઈની પાસે આધાકર્મી બનાવડાવવું છે, તો એ વચનથી જ બનવાનું. “તમે મને આટલી વસ્તુઓ બનાવી આપશો?” એમ વચનો બોલીએ, એટલે સામેનો માણસ તરત જ આધાકર્મી બનાવી આપે. પણ કાયાથી આધાકર્મી બનાવડાવવું શી રીતે? રાજલ - - - - - - - - - - ૯૯ - - - - - - - - - Page #101 -------------------------------------------------------------------------- ________________ ** * ** મહાવતો જ 9 2 માથું હલાવીએ કે આંખો ફેરવીએ એમાં સામેવાળાને કશી ખબર ન પડે કે “આ મને અમુક વસ્તુઓ બનાવવાનું કહે છે...” એમ મનમાં જ વિચારીએ કે “તું આધાકર્મી બનાવ.” તો પેલો આધાકર્મી થોડો જ બનાવી દેવાનો છે? એને તો આપણા મનના વિચારોની કશી ગતાગમ ન પડે. એમ કોઈના સાવદ્યયોગની અનુમોદના મનથી જ થઈ શકે. મનમાં વિચારીએ કે “આણે આધાકર્મી બનાવ્યું, એ ખૂબ સારું કર્યું.” તો એ જ એની અનુમોદના! પણ આ અનુમોદના કાયાથી શી રીતે થાય ? વાણીથી શી રીતે થાય? અનુમોદના તો માનસિક જ હોય. એટલે આ બાધા નકોટિની ન બને, પણ ત્રણ કોટિની બને. “કાયાથી પાપ કરવું નહિ, વચનથી પાપ કરાવવું નહિ, મનથી પાપ અનુમોદવું નહિ.” - તમે જે નવકોટિની બાધા દર્શાવો છો, એ અમને સમજાતું નથી. ઉત્તર : સાધુઓ નવકોટિના પચ્ચકખાણ કરે છે અને શ્રાવકો છ કોટિના પચ્ચકખાણ કરે છે... એ તો પ્રસિદ્ધ જ છે. તમને શંકા એ છે કે એ શી રીતે સંભવે ? તો એ માટે નીચેનું લખાણ ધ્યાનથી વિચારો. અહીં અનેક સાવદ્યયોગોમાં નવકોટિના પચ્ચક્ખાણો દષ્ટાંત રૂપે દર્શાવવામાં આવશે, જેથી સંયમીને ખ્યાલ આવે કે “મારી પ્રતિજ્ઞા શું છે?” (ક) આધાકર્મી : સાધુના નિમિત્તે જ જે રસોઈ બને તે આધાકર્મી. એમાં જીવહિંસાદિ ઘણા દોષો લાગતા હોવાથી સાધુ માટે એ ઘણું ભયંકર પાપ છે. એનું પ્રાયશ્ચિત્ત પણ મોટું છે. (૧) કાયા-કરણ : કોઈ સાધુ રસોડામાં જઈ જાતે જ ગેસ ચાલુ કરી દૂધ ગરમ કરે, પછી વાપરે તો સાધુએ કાયાથી આધાકર્મી કર્યું કહેવાય. (૨) કાયા-કરાવણ : સાધુ હાથના - આંખના ઈશારાઓ કરવા દ્વારા રસોઈયાને સમજાવે કે “તું ગેસ ઉપર દૂધ ગરમ કર.” તો આ કાયા વડે આધાકર્મી કરાવેલું ગણાય. (રસોઈયો દૂધ ગરમ કરે કે ન કરે, એ મુખ્ય નથી. પણ સાધુએ હાથના-આંખના ઈશારાઓ દ્વારા દૂધ ગરમ કરાવવાનું સૂચન કરી દીધું એટલે એને તો વ્રતભંગ થાય જ...) (૩) કાયા-અનુમોદન : રસોઈયો સામેથી આવીને કહે કે “તમે પાંચ ઠાણા છો ને ? નવકારશી કરશો ને? તો દૂધ ગરમ કરવા મૂકી દઉં છું. અને પૌઆ બનાવી દઉં છું. બપોરે રોટલી, શાક...” એ વખતે સાધુ ના ન પડે, મોટું “હા” માં હલાવે, આંખ મીંચકારીને સંમતિ દર્શાવે... આ બધું જ આધાકર્મીનું કાયાથી અનુમોદન ગણાય. (૪) વચનકરણ : સાધુ બોલે કે “કોઈ રસોઈયો હાજર નથી. લાવ, હું જ દૂધ ગરમ કરી દઉં.” તો આ વચનથી આધાકર્મી કરેલું કહેવાય. - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ૧૦૦ - - - - - - - - - - - - - - - - - - - - Page #102 -------------------------------------------------------------------------- ________________ -------------- તિવિર્દ વિહેvi માં વાયા | ------------- (૫) વચનકરાવણ : વિહારધામના માણસોને કે સંઘોમાં ગૃહસ્થોને સાધુ કહે કે “દૂધ ગરમ કરી આપજો . અમુક અમુક વસ્તુ બનાવજો..” તો એ વચનથી આધાકર્મી કરાવેલું ગણાય. (૬) વચન-અનુમોદન : વિહારધામનો માણસ કે સંઘમાં ગૃહસ્થો “અમુક અમુક વસ્તુ બનાવીએ છીએ” એમ બોલે અને એ વખતે સાધુ કહે કે “સારું, બનાવો.” તો એ વચનથી આધાકર્મીની અનુમોદના કરેલી કહેવાય. એમ આધાકર્મી વસ્તુ બની ગઈ હોય અને કોઈ એના માટે વિનંતિ કરે કે “સાહેબ ! લાભ આપો” ત્યારે આધાકર્મી હોવાનો ખ્યાલ હોવા છતાં પણ સાધુ બોલે કે “સારું, આવીશ...” તો એ વચનથી આધાકર્મીની અનુમોદના કરેલી કહેવાય. | (૭) મનકરણ : મનમાં વિચારે કે “લાવ, કોઈ હાજર નથી, તો હું જ દૂધ ગરમ કરી લઉં” તો આવો વિચાર એ જ મનથી આધાકર્મી કર્યું કહેવાય. (૮) મનકરાવણ ? મનમાં વિચારે કે “પેલો માણસ આવે, એટલે એને દૂધ ગરમ કરવાનું કહી દઈશ. બપોર અને સાંજ માટે અમુક અમુક વસ્તુ બનાવવાનું કહી દઈશ.” તો આ મનથી કરાવેલું કહેવાય. (૯) મન-અનુમોદન : મનમાં વિચારે કે “પેલો રસોઈયો જલ્દી દૂધ ગરમ કરી દે તો સારું. એ દૂધમાં એલચી વગેરે નાંખે તો સારું...” આ બધો વિચાર એ મનથી આધાકર્મીની અનુમોદના કરેલી ગણાય. કોઈકને કદાચ એમ પણ વિચાર આવે કે “આ છેલ્લા ત્રણેય વિચારોને આધાકર્મીની અનુમોદના જ ગણી લો ને? ત્રણ વિચારોને જુદા જુદા માનવાની જરુર શી છે ? એનો ઉત્તર એ છે કે આ ત્રણેય વિચારો એક સરખા માની જ ન શકાય. કેમ કે એનાથી મળનારા ફળોમાં આભ-ગાભનું અંતર પડી શકે છે તે આ પ્રમાણે : જે અંતિનિષ્ફર બને, એ જ વિચારી શકે કે “હું દૂધ જાતે ગરમ કરું.” એટલે આવો વિચાર કરનારાને ઘણું પાપ બંધાય. જે આવો નિષ્ફર ન હોય તે આવો વિચાર તો કરી જ ન શકે. પણ એ થોડોક ઓછો પણ નિષ્ફર-પ્રમાદી તો છે જ, તો એ બીજો વિચાર કરી શકે “હું રસોઈયાને દૂધ ગરમ કરવાનું કહ્યું...” અને જેને આવી નિષ્ફરતા પણ ન હોય, તે તો આવો વિચાર પણ ન કરી શકે, એ પોતાના પ્રમાદને વશ થઈને ત્રીજો વિચાર કરી શકે કે “આ દૂધ ગરમ કરી દે, તો સારું.” એટલે ત્રણેય વિચારોમાં કર્મબંધ થવામાં ખાસ્સો ફરક પડે છે. માટે જ ત્રણેય જાજ લાલ લાલ - - - ૧૦૧ - - - - - - - - - - - - - - - - - - - Page #103 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો વિચારોને એક સરખા માની જ ન શકાય. એટલે જ મનથી પણ કરણ-ક૨ાવણ-અનુમોદન એમ ત્રણેય વિકલ્પો સંભવી જ શકે છે. આ જ વાત વચનમાં પણ વિચારી લેવી, કે “લાવો, હું દૂધ ગરમ કરી લઉં” એવું બોલનારને પુષ્કળ પાપ બંધ થાય. રે ! કોઈ સાધુ આવું બોલે, તો આપણે પણ ધ્રૂજી જઈએ. એને કહીએ કે “હાય! તું આ શું બોલે છે ? તને કંઈ ભાન છે કે નહિ ?” આ આપણને એ વચનોની થતી અસર જ દેખાડે છે કે ‘આ પાપ ઘણું મોટું છે.’ પણ કોઈ એમ બોલે કે “હું પેલા રસોઈયાને દૂધ ગરમ કરવાનું કહી આવું છું.” તો એમાં એની નિષ્ઠુરતા પેલા કરતા ઓછી અનુભવાય છે, એટલે એને કર્મબંધ ઓછો થાય. જ્યારે કોઈના આધાકર્માદિ માટેના નિયંત્રણને સાંભળીને કોઈ સાધુ બોલે કે “હું આવું છું...” તો એ વચનો ઉપરના બંને વચનો કરતા ઓછા ભયંકર અનુભવાય છે. એટલે એને તો ઘણો ઓછો કર્મબંધ થાય. એમ કાયામાં વિચારીએ, તો કોઈ સાધુ ગેસ ચાલુ કરે, દૂધ ગરમ મૂકે, ત્યાં ઊભો રહે, દૂધ ગરમ થાય એટલે ગેસ બંધ કરી દૂધની તપેલી નીચે ઉતારે... તો એ કેટલું બધું ખરાબ લાગે ને ? માટે જ આને વધુ કર્મબંધ સંભવે છે. જ્યારે આંખ-મોઢા કે હાથના ઈશારાથી દૂધ ગરમ કરાવનારને ઓછો કર્મબંધ થાય અને રસોઈયો સ્વયં દૂધ ગરમ કરવા મૂકે ત્યારે કે દૂધ ગરમ થઈ જાય ત્યારે... આંખ મીંચુંકારવા દ્વારા, સ્મિત દ્વારા, ના નહિ પાડવા દ્વારા, હાથ દ્વારા એને સંમતિ આપવી એમાં ઓછો કર્મબંધ થાય. આમ નવ કોટિ અનુભવસિદ્ધ છે, દરેકમાં કર્મબંધની તરતમતા પણ સમજી શકાય છે, આપણા રોજીંદા વ્યવહારમાં પણ એ વસ્તુ આપણને હકીકતરૂપ લાગે તેમ છે. આ જે વાત આધાકર્મીમાં દર્શાવી, એ યથાસંભવ બેતાલીસ દોષમાં સમજી જ લેવાની. માંડલીના પાંચ દોષોમાં પણ આ વાત વિચારી લેવાની ! સ્પષ્ટતા માટે એક સંયોજન દોષમાં આ નવકોટિ વિચારીએ. (ખ) સંયોજના : (૧) ટોક્સીમાં રહેલી ખાંડ દૂધમાં જાતે નાંખીએ, ભાતમાં દાળ નાંખીએ કે રોટલી સાથે શાક ભેગું કરીએ, આ બધુ કાયાથી સંયોજના કરેલી કહેવાય. (૨) ખાંડ વહેંચનારાને હાથના ઈશારાથી પાતરીના દૂધમાં ખાંડ નાખવાનો નિર્દેશ કરીએ, દાળ વહેંચનારાને પાત્રમાં પડેલા ભાતમાં દાળ નાંખવાનો હાથથી ઈશારો કરીએ...એ કાય-કરાવણ. (૩) ગોચરી ગયેલો સાધુ પાછો આવીને કહે કે “દૂધમાં ખાંડ-એલચી નંખાવી છે/રોટલી થોડીક કોરી હતી તો બરાબર ઘી નંખાવ્યું છે. ઘઉંનો બાફેલો લોટ મળ્યો છે, ૧૦૨ * * *** Page #104 -------------------------------------------------------------------------- ________________ --------------- તિવિર્દ તિવિષેvi મોજાં વાયાવUgi --- ------- એમાં તેલ નંખાવ્યું છે...” એ વખતે મોઢા ઉપર હાસ્ય કરવું, હાથ-આંખ દ્વારા એને એવું દર્શાવવું કે “તેં ખૂબ સારું કર્યું.” આ બધું કાયા-અનુમોદન ! (૪) વહેંચનાર સાધુ ખાંડ વહેંચતો હોય અને એને કહીએ કે “લાવો મને આપી દો, દૂધ મોળું છે, એટલે મારે ખાંડ જોઈએ છે. હું આમાં નાંખી દઈશ.” તો આ વચનકરણ ! (૫) વહેંચનારને જ પાતરી દેખાડી કહીએ કે “આ પાતરીમાં નાંખી દો, મારે પતી જશે” આ વચનકરાવણ ! (૬) વહેંચનારો આપણી પાતરીમાં ખાંડ નાખતો હોય, ત્યારે “સારુ કર્યું. મારે ખાંડ ઓછી જ હતી” વગેરે બોલવું એ વચન-અનુમોદન! (૭) ગરમ-મોળું દૂધ ગોચરીમાં મળે એટલે તરત મનમાં વિચાર આવે કે “આમાં ખાંડ અને ઘી નંખાવી દઉં, ગરમ છે એટલે સારું પડશે...” આ મન-કરણ. (૮) ગોચરી જનારા સાધુ પાસે દૂધ તો મંગાવે, પણ એમાં ખાંડ નાંખવાનું કહેતા શરમ આવે કે ખાંડ નાંખવાનું કહેવાનું ભૂલી જવાય તો પાછળથી વિચાર આવે કે “એને ખાંડ નાંખવાનું કહી દઈશ...” આ મનકરાવણ! (૯) આપણા કહ્યા વિના પણ સાધુ ખાંડ નંખાવીને લઈ આવે અને એ વાપરતી વખતે ખબર પડે એટલે તરત જ મનમાં વિચાર આવે કે “આ સાધુ હોંશિયાર છે, વગર કીધે પણ ખાંડ નંખાવી લાવ્યો. ગોચરી જનારાઓ આવા હોંશિયાર હોવા જોઈએ.” આ છે મન-અનુમોદન ! આ રીતે ભાતમાં દાળ-ઘી, રોટલીમાં શાક-ઘી, આયંબિલની મોળી દાળમાં બલવણ, મોળા શીરામાં ઉપરથી ખાંડ-ઘી, છાશ-દહીંમાં જીરુ-બલવણ-ખાંડાદિ... વગેરે અનેકાનેક પ્રકારની સંયોજના માટે ઉપરની નવ બાબતો સૂક્ષ્મ રીતે વિચારવી. આમાંની કોઈપણ બાબતને સાધુ આચરે એટલે ત્રિવિધ ત્રિવિધ સાવદ્યયોગની ત્યાગની પ્રતિજ્ઞાને ઘા લાગે... દિવસ દરમ્યાન આ રીતે સંયમપરિણામને કેટલા બધા ઘા લાગતા હશે ? એ જ આપણે વિચારવાનું રહ્યું. . (ગ) નિંદા (૧) હાથના ઈશારા દ્વારા કોઈકને માટે એવું સૂચન કરીએ કે “એ ખાઉધરો છે, બુદ્ધિ વગરનો છે, ભયંકર ક્રોધી છે...” હાથની જુદી જુદી એકટીંગો દ્વારા આ બધું દર્શાવી શકાય છે. એવું જ કરાય તો એ કાયકરણ ! (૨) ગુરુ પાસે કોઈક સાધુના વિચિત્ર સ્વભાવ, વર્તણૂક વગેરેની વાત નીકળે, તે વખતે એ જ સાધુની બીજી પણ ઘણી ભૂલોનો આપણને ખ્યાલ હોય, એ આપણે જાતે -૯-૨૯-૯-૪-૯-૦૯-૨૯-૯-૯-૦૯---૧૦૩ -૨૯-૪-૯--૨૯-૯-૯-૯-૪-૦૯--૯ Page #105 -------------------------------------------------------------------------- ________________ ----------- ----- -- મહાવ્રતો --- ૯-૧૯૯૪ ૪-૦૯-૯૮૯--૪કહેવા ઈચ્છતા ન હોઈએ, એટલે બીજા ત્રીજા સાધુને આંખના ઈશારાથી કે હાથની ચેષ્ટા દ્વારા કહીએ કે “ગુરુને પેલી વાતો પણ કરો ને?” આ રીતે સાધુને બીજા દ્વારા વધુ ને વધુ ખરાબ ચીતરવાનો પ્રયત્ન એ કાય-કરાવણ. (૩) કોઈક સાધુ કે શ્રાવક આપણા પ્રતિસ્પર્ધી ગણાતા સાધુના અવગુણો જાહેરમાં બોલતો હોય, બધા હેબતાઈ જાય એ રીતે નિંદા કરતો હોય... એ બધું આપણને ગમી જવાથી એ નિંદકને પ્રોત્સાહન આપવા માટે આંખ કે હાથના ઈશારા દ્વારા પ્રશંસીએ, “ખૂબ સારું બોલ્યો તું...” એવો ભાવ કાયિક ચેષ્ટાથી દર્શાવીએ એટલે એ બને કાયઅનુમોદન. (૪) કોઈપણ સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકાના દોષો-ભૂલોને ગાઈએ, બધાને કહીએ એ વચન-કરણ ! (૫) ગુરુ પાસે પેલા સાધુની બધી પોલ ખુલ્લી પાડી દેજો. એટલે એને પણ ખબર પડે. ગુરુને તો આ બધી ખબર જ નથી...” આમ કહી બીજાને નિંદા કરવા ઉશ્કેરીએ.. પરસમુદાયના કે સ્વસમુદાયના સાધુ વગેરે પ્રત્યેના દ્વેષ-ઈર્ષ્યાથી પ્રેરાઈને એમની વિરુદ્ધની ખરાબપત્રિકાઓ બહાર પાડવા માટે કોઈને ઉશ્કેરીએ, એમાં સાચા-ખોટા આક્ષેપો કરાવડાવીએ... આ બધું જ વચન-કરાવણ ! (૬) કોઈકના વિરોધની ખરાબ પત્રિકાઓ વાંચીને કે કોઈની પાસે કોઈકના ચિક્કાર દોષો સાંભળીને એ પત્રિકાની પ્રશંસા કરીએ, “શું જોરદાર લખ્યું છે. લખનારો ચાલાક છે...” વગેરે બોલીએ, એ નિંદકની પણ પ્રશંસા કરીએ એ બધું વચનઅનુમોદન. (૭) “એણે મારી ખૂબ નિંદા કરી, મને ખરાબ ચીતર્યો. હવે મને તક મળે એટલી વાર છે, ગુરુ પાસે અને બીજા બધા પાસે પણ એની એકે-એક ભૂલોને એવી તો ખુલ્લી કરીશ કે એને પણ જીવવું ભારે પડી જાય ... આવા વિચારો એ મન-કરણ. (૮) મારા ભક્તો ઘણા છે, એકાદ પાસે ખાનગીમાં પેલા સાધુની વિરુદ્ધની પત્રિકા તૈયાર કરાવી દઉં, અને એને જ કહ્યું કે ચારે બાજુ એ પત્રિકાઓનો પ્રચાર કરે... આવા આવા વિચારો એ મન-કરાવણ ! (૯) “પેલો સાધુ પાપ કરતા પકડાઈ ગયો, એના ભક્તો જ એની સામે પડ્યા. એના શિષ્યોએ જ એના પાપો જાહેર કરી દીધા. આ ખૂબ સારું થયું. આપણે કશું કરવું ન પડ્યું.. “ગુરુ આજે પેલા સાધુ ઉપર ખૂબ ગુસ્સે થયા, ખાનગીમાં મારી સામે પણ ગુરુએ એના તરફની અરૂચિ પ્રગટ કરી... ચાલો, સારું થયું...” ------ ---- -- ૧૦૪ ----------------- Page #106 -------------------------------------------------------------------------- ________________ तिविहं तिविहेणं मणेणं वायाए काएणं ** આવા આવા વિચારો એ મન-અનુમોદન. (ઘ) સાઈકલ-લારી વગેરેમાં સામાન-ઉપધિઃ (૧) સાધુ જાતે પોતાની ઉપધિ સાઈકલ-લારી-વ્હીલચેર વગેરે ઉપર મૂકે, ગોઠવે, લટકાવે...એ કાયાકરણ. (૨) સાધુ જાપમાં કે પ્રતિક્રમણાદિમાં હોય ત્યારે સાથેના માણસને બધો સામાન સાઈકલાદિમાં ગોઠવી દેવાનો આંખ-હાથ-ચપટી દ્વારા ઈશારો કરે એ કાય-કરાવણ. (૩) માણસ હોંશિયાર હોય અને સાધુના કહ્યા વિના પણ પોતાની મેળે જ બધું બરાબર ગોઠવે, વ્યવસ્થિત સમયસર બાંધે. . .એ બધું જોઈ સ્મિત દ્વારા કે હાથના ઈશારા દ્વારા એમ દર્શાવવું કે “તું ખુબ સારું કામ કરે છે...’ એ કાય-અનુમોદન ! (૪) “ચાલો, બધા જલ્દી તૈયા૨ થાઓ. ત્યાં સુધીમાં હું બધી ઉપધિ સાઈકલ/લારીમાં ચંડાવી દઉં. માણસ તો ચા પીવા ગયો છે...” આવું બોલવું એ વચન-કરણ ! (૫) “છગન! ચલ, જલ્દી કર. આ બધી ઉપધિ સાઈકલ પર ગોઠવી દે...” એમ માણસને આ રીતે ઉપધિ ગોઠવવાદિનો આદેશ આપવો... એ વચન-કરાવણ ! (૬) “આપણો છગન જોરદાર છે. કેટલો ખંતીલો છે ! ધડાધડ બધે પહોંચી વળે છે. આપણે કશું કહેવું જ ન પડે. આટલી બધી ઉપધિ પણ એક જ સાઈકલ ઉપર એકદમ વ્યવસ્થિત ગોઠવી દે છે...” આ વચન-અનુમોદન. (૭) આટલી બધી ઉપધિ ઉંચકીને વિહાર કરવો અઘરો પડે છે. મારા ભક્તોસ્વજનો ઘણા છે. એમને કહીને હવે હું એક સાઈકલવાળો રાખી લઉં, પછી એમાં જ મારી ઉપિધે મૂકી દઈશ. એટલે મસ્તીથી વિહાર થઈ શકે...” આ મનકરણ. · ‘(૮) “હું ગુરુને કહી દઉં કે મારાથી આટલી બધી ઉપધિ ઉંચકાતી નથી. આપ મને સાઈકલની વ્યવસ્થા કરાવી આપો. એ માણસ જ બધી ઉપધિ લઈ જાય... એટલે મારે શાંતિ !' આ મન-કરાવણ ! (૯) “ગુરુએ બેને બદલે ત્રણ સાઈકલવાળા રાખ્યા, એ સારુ કર્યું. બેમાં તો પહોંચી વળાતું ન હતું. અમુક ઉપધિ મારે ઉંચકવી પડતી હતી. પણ હવે વાંધો નહિ આવે.” આ મન-અનુમોદન ! આ ચાર દૃષ્ટાંતો આપ્યા. આવું તમામે તમામ સાવઘયોગોમાં વિચારવું. વિહાર ટુંકો થાય એ માટે ખેતરોમાંથી, કાચા રસ્તેથી વિહાર...વરસાદમાં, રસ્તો ભીનો હોય ત્યારે પણ ગોચરી - વિહારાદિ. ઉપાશ્રયમાં લાઈટ-ગ્લોબ રાત્રે ચાલું ૧૦૫ * Page #107 -------------------------------------------------------------------------- ________________ જલજલ - જીજાજ કર મહાવતો જ હ - ૯૯ - - - - - - - રખાવવો... નવા બનતા ઉપાશ્રયોમાં દક્ષિણ-પશ્ચિમના પવનની સંપૂર્ણ અનુકૂળતા મળે એ માટેનો પ્લાન બતાવી – બનાવી આપવો... નિગોદાદિમાં ચાલવું. ઘાસાદિમાં ઠલ્લે - માનું પરઠવવું – ફળોના રસ વાપરવા...ઉપાશ્રયમાં કચરા-પોતાદિ કરાવવા, ગાડીમાં માલ-સામાનની હેરફેર... ગુરુથી છાનું-છાનું રાખવું, આલોચના ન કરવી, પોતાના અપરાધો-ભૂલો ગુરુ પાસે કબુલવાને બદલે બીજા ઉપર ઢોળવા, સ્વપ્રશંસા-પરનિંદા કરવી, શાસ્ત્રાભ્યાસાદિ વિના જ મન ફાવે એમ પ્રરૂપણા કરવી, ઠઠ્ઠા-મશ્કરી-હસાહસી, એકબીજા વચ્ચે વેરભાવ ઉત્પન્ન થાય એ રીતે બંનેને જુદી જુદી વાતો કરવી.. કોઈકના શિષ્યને આડુ-અવળું સમજાવીને પડાવી લેવો, ગુર્નાદિને પૂછ્યા વિના જ અનેક પ્રકારની વસ્તુઓ રાખી લેવી, સહવર્તીઓની રજા વિના એમના ઉપકરણાદિ લેવા, શ્રીસંઘની સંમતિ વિના જ નવા નવા અનુષ્ઠાનોની જાહેરાત કરવી – જાત જાતના ફંડફાળા કરવા... સ્ત્રીઓ કે સાધ્વીજીઓ સામે જોવું, એકલા બેનો સાથે વાતો કરવી, દિવસ દરમ્યાન પણ ભાઈઓ વિના કે સૂર્યાસ્ત બાદ ભાઈઓ સાથે ઉપાશ્રયમાં બેનોને આવવા દેવા, એકલી સ્ત્રીઓને ધર્મોપદેશ આપવો, પુષ્કળ વિગઈઓ, માલમલીદાઓ ખાવા... હાથ-પગ વગેરે આખા શરીરનું માલિશ કરાવવું, વિશિષ્ટ ગીતાર્થતા અને સંવિગ્નતા વિના આલોચનાઓ વાંચવી, આકર્ષક વસ્ત્રો પહેરવા, વારંવાર કાપ કાઢવો... સુંવાળા અને પાતળા વસ્ત્રો-આસનો-કામળી વગેરે વાપરવા... નાની પોટલી/પોટલા/કબાટો/ફૂલેટોની માલિકી કરવી, પોતાની સત્તા ચાલે એવું ટ્રસ્ટ સ્થાપવું, શ્રાવકોને ઉંધુ-ચત્ત ભરમાવી બીજા સારા સાધુઓ પાસે પણ ન જવા દેવા, શિષ્યો, ભક્તો, ભોજન, ધન વગેરેના લોભથી શહેરોમાં જ રહેવું - ગામડાઓમાં બિલકુલ ન જવું - સ્થિરવાસ કરી દેવો. વધારે નોટો, વધારે બોલપેનો, વધારે કામળીઓ, વધારે સંથારાઓ, વધારે દવાઓ રાખવી અને એના પોટલાઓ સંઘરી રાખવા... કેટલું લખવું... ૨૦૦ ફૂલસ્કેપ કાગળો પણ ઘટી જાય અને રિફીલોની રિફિલો ખલાસ થઈ જાય, એટલા બધા સાવદ્યયોગો છે... એ બધાયને નવકોટિથી ત્યાગવાના છે. ખરેખર જો આ બાબત શાંતચિત્તે વિચારવામાં આવે, તો આપણને ચોક્કસ લાગે કે આ સર્વવિરતિ ખરેખર અતિ અતિ અતિ દુષ્કર છે. કોણ જાણે, રોજે રોજ આ ચારિત્રપરિણામને આપણે કેટલા બધા અતિચારો લગાડતા હોઈશું... Page #108 -------------------------------------------------------------------------- ________________ ----------------- તિવિર્દ તિવિષે મા વાયા ---------- કોણ જાણે, રોજે રોજ આટલા બધા ઘા ખાઈને આ ચારિત્રપરિણામ મરી તો નહિ ગયો હોય ને ?... * કોણ જાણે, આ આપણા ઘોર પ્રમાદો-નિષ્ફરતાઓ-બેદરકારીઓ-સ્વચ્છંદતાઓસુખશીલતાઓ-વિષયલંપટતાઓ-અહંકારચકચૂરતાઓ... આપણને સાધુપણું લીધા બાદ પણ અનંતસંસારમાં ભટકાવશે તો નહિ ને ?.. કોણ જાણે આ બધું જાણ્યા પછી પણ આપણી આંખ ઉઘડશે ખરી ? આપણું હૈયું પશ્ચાત્તાપથી રડશે ખરું? આપણી ઊંઘ હરામ થશે ખરી ? આપણને ગોચરી વાપરવામાં ય ત્રાસ થશે ખરો ? આપણું હાસ્ય સૂકાઈ જશે ખરું? ઘણું ઘણું ઘણું આત્મનિરીક્ષણ કરવાની જરુર છે, આપણે બધાએ ! વિદ્વાનો એમ ન માને કે “અમે સાચા સાધુ છીએ...' તપસ્વીઓ એમ ન માને કે “અમે તરી ગયા...” પ્રભાવકો એમ ન માને કે “અમે તો જિનના બાંધશું...” વૈયાવચ્ચીઓ એમ ન માને કે “અમે તો હવે અલ્પસંસારી...” કેમ કે આ બધી માન્યતાઓ મોટી ભ્રમણા સાબિત થાય તો નવાઈ નહિ. સાધુત્વ કેટલું બધું દુર્લભ અને દુષ્કર છે, એ જાણવું હોય તો વાંચો ઉત્તરાધ્યયન સૂત્રના એ શબ્દો ! લોઢાના ચણા ચાવવા જેવું દુષ્કર આ સંયમ! મેરુ પર્વતને ત્રાજવામાં તોલવા જેવું દુષ્કર આ સંયમ! સેંકડો છિદ્રોવાળા કોથળાને વાયુથી ભરી દેવા જેવું દુષ્કર આ સંયમ! તલવારની ધાર ઉપર ચાલવા જેવું દુષ્કર આ સંયમ! રેતીના કોળીયાની જેમ સાવ સ્વાદ વિનાનું લાગતું, એટલે જ દુષ્કર આ સંયમ! હા! આટલું બધું દુષ્કર હોવા છતાં પણ વૈરાગી મૃગાપુત્રે કેટલો બધો સુંદર જવાબ વાળ્યો છે ! એ આપણને બધાને અસર કરનાર છે. ફુદનોને નિuિવાન્સ નOિ વિદ્ય વિ કુંવર જે સંયમીને આલોકના કોઈપણ પદાર્થોની આશંસા નથી, આ લોકના સુખો મેળવવાની કે આલોકના દુઃખોથી ભાગવાની વૃત્તિ નથી, એને માટે આ બધું બિલકુલ દુષ્કર નથી. જેને જીભની લંપટતા હોય, એના સુખો જોઈતા હોય એને માટે આધાકર્મી વગેરેનો ત્યાગ દુષ્કર ! પણ વૈરાગી અને શરીરની મમતા વિનાના એટલે જ દીર્ઘકાળ ગોચરીચર્યા કરવા માટે તત્પર એવા સાધુને માટે કશું જ દુષ્કર નથી... એમ દરેક બાબતમાં વિચારી લેવું. ફરી યાદ રાખવું કે સાધુજીવનના આચારો તો અઘરા છે જ, પણ એના કરતાં પણ & & & && & & ૧૦) જે જ જ જ - - - Page #109 -------------------------------------------------------------------------- ________________ -------------------- મહાવ્રતો -૨૯--------------------- એક લાખ ગણું અઘરું સાધુજીવનનું પરિણતિસભર જીવન છે, એ વાત આપણે પહેલા જોઈ જ ગયા છીએ. પ્રશ્ન : તમે સાવઘયોગોની નવકોટિ દર્શાવો છો, પણ મને તો એમ લાગે છે કે એમાંથી કાયાની ત્રણ કોટિ અને વચનની ત્રણ કોટિ એ ખરેખર સાવદ્યયોગ ન ગણાય. એનું કારણ એ કે જો એમાં મનના ખરાબ વિચારો ભળે તો જ એ સાવદ્ય કહેવાય, જો એમાં મનના ખરાબ વિચારો ન ભળે તો એ માત્ર કાયિકપાપ, વાચિકપાપ શી રીતે સાવદ્ય કહેવાય ? એટલે પાપ કરવાનો માનસિક વિચાર પાપ કરાવવાનો માનસિક વિચાર પાપ અનુમોદવાનો માનસિક વિચાર આ ત્રણ જ સાવદ્ય છે. માત્ર વાચિક-કાયિક વ્યાપારો સાવદ્ય કહેવાતા જ નથી. માટે જ સાધુ કારણસર દોષિત ગોચરી વાપરે, તો માત્ર કાયિકવ્યાપારથી જ સાવદ્ય છે. એટલે જ ખરેખર તો એને કોઈપણ સાવદ્ય તરીકે ગણતા નથી. | (એ ખ્યાલ રાખવો કે પહેલા પણ એક પ્રશ્ન આ થયેલો કે “સાવદ્યયોગ ત્રણ પ્રકારનો જ માનવો.” અને અહીં પણ એ જ પ્રશ્ન છે. છતાં એમાં ભેદ એ છે કે પૂર્વે મનથી અનુમોદન, વચનથી કરાવણ અને કાયાથી કરણ... એમ ત્રણ સાવદ્ય માનવાની વાત હતી. જ્યારે અહીં તો મનથી જ કરણ, કરાવણ અને અનુમોદન માનવાની વાત છે.) ઉત્તર : અપેક્ષાએ તમારી વાત ખોટી નથી. મન એટલે કે રાગ-દ્વેષ જે વચનમાં અને જે કાયામાં ભળે તે જ વચન-કાયા પાપરૂપ બને છે. જેમાં રાગ-દ્વેષ ભળતા નથી, તે વચન-કાયા પાપરૂપ ન બને. આમ આ રીતે જો વિચારીએ તો માત્ર મનના ત્રણ ભેદો રૂપ સાવદ્યોનો જ ત્યાગ કરવાનો રહે. મનયોગ વિનાના વચનાદિ યોગ તો સાવદ્ય જ ન બનતા હોવાથી એનું પચ્ચકખાણ કરવાની જરૂર નથી. પણ છતાં ગણધર મહારાજાઓએ નવકોટિના પચ્ચખાણ બતાવેલા જ છે, એ પણ નક્કર સત્ય છે. તેઓના વચનો કદી ખોટા ન હોય એટલે જ એમના આ વચનો પાછળનું રહસ્ય શોધવું જોઈએ. શા માટે એમણે નવકોટિના પચ્ચખાણ બતાવ્યા? એ તપાસવું જોઈએ. એ તપાસ નીચે મુજબ થઈ શકે. (ક) છઠ્ઠા સંઘયણવાળો જીવ ગમે એટલા માનસિક વિચારો ખરાબમાં ખરાબ કરે, તો પણ એ બીજી નારક કરતા નીચે ન જ જાય, એવું શા માટે ? એમ એ જ જીવ ગમે એટલા સારામાં સારા વિચારો કરે તો પણ એ ૩-૪ દેવલોકથી ઉપર ન જ જાય, એમ શા માટે ? ક કકકકકકક - ૧૦૮ ૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪૯ Page #110 -------------------------------------------------------------------------- ________________ નીલ----- ----- તિવિર્દ તિવિષેvi માં વાયા વાપvi -નીલ---------- બધા જાણે છે કે “પહેલું સંઘયણ હોય તો જ મનોયોગ અતિ ખરાબ-અતિ સારો બની શકે છે, એ વિના નહિ.” એટલે કે કાયામાં રહેલું બળ એ મનોયોગને તીવ્ર-મંદ બનાવનારું અત્યંત અગત્યનું તત્ત્વ છે. એટલે જ મનોયોગની માફક જ એ કાયબળનું મહત્ત્વ પણ ઓછું તો નથી જ. માટે જ એ કાયા સંબંધી યોગોને પણ સાવદ્ય તરીકે ગણાવ્યા હોય. (ખ) સામાન્યથી એવો નિયમ છે કે જીવના વાચિક-કાયિક યોગો એના મનોયોગનું પ્રતિબિંબ ઝીલતા હોય છે. અર્થાત્ જીવના મનોયોગને આપણે ન જાણી શકીએ, ન જોઈ શકીએ, પણ જીવના વચનયોગને અને કાયયોગને તો જાણી શકીએ, અને એના ઉપરથી એ પણ ચોખો ખ્યાલ આવે કે “આનો મનોયોગ કેવો હશે?” દા.ત.ગાળો બોલનારાનો અને લાફાઓ મારનારાનો મનોયોગ ક્રોધકષાયથી ગ્રસ્ત હશે, સ્વાદિષ્ટ વસ્તુઓ દાબીદાબીને ખાનારા, વારંવાર બેશરમ બનીને માંગનારાનો મનોયોગ આહારસંજ્ઞાથી ગ્રસ્ત હશે, સ્ત્રીઓ સાથે ખૂબ-ખૂબ વાતો કરનારા અને એને જ વારંવાર જોનારાનો મનોયોગ મૈથુનસંજ્ઞાથી ગ્રસ્ત હશે... વગેરે. એટલે વચન-કાયામાં મનોયોગનું પ્રતિબિંબ દેખાય છે, એ સ્પષ્ટ છે. એટલે જો મનોયોગ સાવદ્ય હોય, તો એના પ્રતિબિંબવાળા વચન-કાયયોગ પણ સાવદ્ય જ દેખાવાના ને ? જો કપડા લાલ હશે, તો કપડાનું પ્રતિબિંબ ઝીલનારા દર્પણમાં કપડાનો લાલરંગ દેખાવાનો જ ને? એટલે જેમ ત્યારે દર્પણ લાલ કહેવાય, એમ વચન-કાયયોગ પણ જ્યારે અશુભમનોયોગના પ્રતિબિંબવાળા હોય ત્યારે એ અશુભ તરીકે કહી શકાય છે. ' (ગ) વચન-કાયયોગ એ મનોયોગને વધારવાનું કામ કરે છે. દા.ત. ભગવાનની ભક્તિનો ભાવ જાગ્યો. એ શુભમનોયોગ છે. હવે જો એ પ્રમાણે સ્તુતિ-સ્તવનો વગેરે ન બોલો, અષ્ટપ્રકારી પૂજા કરવા માટે ન જાઓ, તો એ મનોયોગ કુંઠાઈ જાય. પણ જો સ્તુતિસ્તવનોનો આશરો લેવામાં આવે, અષ્ટપ્રકારી પૂજાદિ કરવામાં આવે તો ભક્તિભાવ ખૂબ ખૂબ વધી જાય. એમ વિકારભાવ રૂપી અશુભ મનોયોગ ઉત્પન્ન થાય, તે વખતે જો સ્ત્રીપરિચય, મલિનચિત્ર દર્શન, ઉત્તેજક ગીતો વગેરે વગેરેનો આશ્રય લેવામાં ન આવે, તો એ અશુભમનોયોગ અટકી પડે. પણ જો સ્ત્રીપરિચય, એકાંત વગેરે અશુભ કાયયોગાદિનું સેવન કરી બેસો, તો એ અશુભ મનોયોગ ભડકે બળે. આમ બહુલતાએ એવું અનુભવાય છે કે એકલો મનોયોગ લગભગ નબળો પડી જાય, વચન-કાય યોગ એને ભયંકર બળ પૂરું પાડતા હોય છે. તો સાવદ્યને મહામહાસાવદ્ય બનાવનાર વચન-કાયયોગ શું સાવદ્ય ન કહી શકાય ? જલદ -૪ -૦૯ ૦ - ૧૦૯ - - - - - - - - - - - Page #111 -------------------------------------------------------------------------- ________________ ક જલક કકક કકકક જલક મહાવતો કેક - ૯૯ - - - હત્યારાઓને તૈયાર કરતી આતંકવાદી સંસ્થા સ્વયં પણ હત્યારી જ ગણાય ને? એટલે જ કાયયોગને અને વચનયોગને પણ સાવદ્ય માનવા જ જોઈએ. (ઘ) આ બધા જ કરતા સૌથી વધુ મહત્ત્વનો પદાર્થ એ કે મનના રાગ-દ્વેષ વિના પણ વચનયોગ-કાયયોગ સાવદ્ય બની શકે છે, માટે જ એને સાવદ્ય કહ્યો છે. તે આ પ્રમાણે મહોપાધ્યાયજી કહે છે કે રાયોરિવ શકિતનિ[હનસ્થાપિ વારિત્રપ્રતિબન્યત્વીત્ જેમ રાગ અને દ્વેષ ચારિત્રના પ્રતિબંધક છે એમ શક્તિનિગૂહન પણ ચારિત્રપ્રતિબંધક છે. રાગ-દ્વેષ એ મનોયોગની સાવઘતા ! શક્તિનિગૂહન એ વચન-કાયયોગની સાવઘતા! શક્તિ હોવા છતાં આળસ, પ્રમાદ, ઉપેક્ષાના લીધે યોગ્યવચનો ન બોલવા, યોગ્ય પ્રવૃત્તિ ન કરવી એનું નામ શક્તિનિગૂહન! – વિહારમાં સતત નીચે જોઈને ચાલવું એ શુભ કાયયોગ! પણ એટલી બધી એકાગ્રતા કેળવી ન હોવાથી પ્રમાદ-આળસને લીધે સીધુ નીચે જોઈને ન ચાલે... એ આજુ બાજુ જોતો હોય, તો પણ એ વસ્તુઓના રાગથી દષ્ટિ ફેરવે છે એવું ન પણ હોય.. રે! કશે ન જૂએ, ગમે તે વિચારો કરે પણ નીચે જોઈને ન ચાલે... આ છે રાગ દ્વેષની પ્રેરણા વિના ઉત્પન્ન થયેલો અશુભ કાયયોગ! રે! એ સાધુ સ્વાધ્યાયના વિચારો કરતો હોય તો તો એને રાગ-દ્વેષ નથી. છતાં પણ નીચે જોઈને ન ચાલવારૂપ સાવદ્યયોગને કારણે ચારિત્રમાં અતિચાર લાગે જ. > દૂર ગોચરી જાય, તો વધુ ભાવતી આઈટમો મળતી હોય છતાં માત્ર આળસકંટાળાદિને કારણે રસોડાદિની ગમે તેવી ગોચરી પણ દોષિત લઈ લે અને વાપરી લે... આમાં ગોચરી પ્રત્યે રાગાદિ નથી, પણ દૂર ગોચરી જવા રૂપ શુભકાયયોગ ન સેવીને નજીકમાંથી જ દોષિત (ભલે ને સાદી) લેવા રૂપ અશુભ કાયયોગ ચારિત્રને મલિન કરે છે. પડિલેહણની બધી વિધિ આવડતી હોય, યોગ્ય સમયે કરવાની અનુકૂળતા પણ હોય.. પણ રોજે રોજ અંધારામાં પડિલેહણ કરી લેવાની પડી ગયેલી કુટેવ, એટલે જ જોયા વિના ધડાધડ પડિલેહણ કરવાના કુસંસ્કાર... આ બધાના કારણે અવિધિપ્રતિલેખન નામનો અશુભકાયયોગ આચરે આમાં કંઈ જીવોને મારી નાંખવાનો ભાવ-દ્વેષભાવ નથી. કે કોઈ રાગભાવથી પણ આ પ્રવૃત્તિ નથી. છતાં આ અશુભ કાયયોગ ચારિત્રને અતિચાર લગાડે. પરોપકારની ભાવનાના અતિરેકથી પ્રેરાઈને અગીતાર્થ સાધુ મોટી મોટી વાતોની દેશના આપવા લાગે, એમાં ઘણી વિપરીત પ્રરૂપણા કરી બેસે... અહીં ભક્તો ભેગા કરવાદિ કોઈ રાગભાવ નથી કે હાથે કરીને લોકોને ભરમાવવાદિ રૂપ કોઈ દ્વેષભાવ ક જલક - ૯૯ - - - - - ૧૧૦ % - ૯ - - Page #112 -------------------------------------------------------------------------- ________________ *- तिविहं तिविहेणं मणेणं वायाए कारणं નથી, પણ અનુચિતકાળે દેશના શરુ કરવી અને વિપરીત પ્રરૂપણા કરવી એ અશુભ વચનયોગ તો છે જ. એ ચારિત્રને મલિન કરે છે. બહુ બોલ બોલ કરનારો સાધુ વગર રાગદ્વેષે આ અતિભાષિતાના કારણે ચારિત્રને મલિન કરે. આવી તો અનેકાનેક બાબતો છે. આમ રાગદ્વેષવાળો મનોયોગ તે સાવદ્ય! શક્તિનિગૂહનવાળો વચનયોગ તે સાવઘ! શક્તિનિગ્રહનવાળો કાયયોગ તે સાવદ્ય! આમ ત્રણેય યોગો સ્વતંત્રરીતે પણ સાવદ્ય બને જ છે, એટલે એ ત્રણેય પ્રકારે કરણ-કરાવણ-અનુમોદનનો ત્યાગ કરવા રૂપ નવકોટિ પચ્ચક્ખાણ એકદમ યોગ્ય જ છે. જો માત્ર મનોયોગના જ કરણાદિત્રિકના પચ્ચક્ખાણ દર્શાવત ! તો જીવો વચનયોગકાયયોગના શક્તિ-નિવ્યૂહનવાળા ઢગલાબંધ દોષો સેવત, પરિણામે ચારિત્રપરિણામ ગુમાવી બેસત, માટે નવકોટિ પચ્ચક્ખાણ નિઃશંકપણે સ્વીકારવું જ રહ્યું. શક્તિનિગ્રહનનો અર્થ ફરી ધ્યાનમાં લો કે જે કાળે, જે સ્થાને જે શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ આચરવાની હોય, તે પ્રવૃત્તિ આચરવાની શક્તિ હોવા છતાં માત્ર પ્રમાદ-આળસ-કંટાળો-ઉદ્વેગ વગેરેને લીધે તે પ્રવૃત્તિ ન આચરવી એનું નામ શક્તિનિગ્રહન ! અને આવા નિગૢહનવાળો વચનયોગ/કાયયોગ એ સાવદ્ય ! શિષ્યોને ગુરુ પ્રત્યે સદ્ભાવ હોય, છતાં ગુરુના પ્રતિલેખન-કાપાદિ કાર્યોમાં આળસ કરે, એમાં વેઠ ઉતારે...આ શક્તિનિગૃહન! અભ્યાસની પ્રચંડ શક્તિ, છતાં વધુ ઉંઘ્યા કરવું, રુચિ ન હોવાના કારણે આડાઅવળા વાંચન કરવા,... આ રીતે સ્વાધ્યાય ઓછો કરવો... આ શક્તિનિગૂહન! વિહાર કરવાની શક્તિ હોય, કોઈ મુશ્કેલી પડતી ન હોય... છતાં માત્ર આળસ, કંટાળાદિને લીધે એક જ સ્થાને વધુ રહી પડવું... આ શક્તિનિગૃહન! શરીર સારું, વિધિનું જ્ઞાન ખરું, છતાંય બેઠા બેઠા પ્રતિક્રમણ, ગમે તેવા ખમાસમણા... આ શક્તિનિગૃહન! (અલબત્ત આ બધામાંય સૂક્ષ્મ રીતે ખોજ કરો, તો રાગ-દ્વેષ પણ છે જ, છતાં પ્રગટ રૂપે રાગ-દ્વેષ નહિ, માત્ર શક્તિનિગૃહન દેખા દે છે.) આથી જ જે કેટલાકો એવા અભિમાનમાં હોય છે કે “મને કોઈ રાગ-દ્વેષ નથી. ૯ ૧૧૧ ***** **** Page #113 -------------------------------------------------------------------------- ________________ હું કોઈપણ પ્રત્યે અરુચિ-અસદ્દભાવ કરતો જ નથી. કોઈપણ પદાર્થની મને આસક્તિ નથી...” તેઓએ પણ ચેતવા જેવું છે. આ રાગદ્વેષ-અભાવનો અહંકાર શક્તિનિગૂહન નામના દોષને જોવા દેતો જ નથી. પરિણામે જીવનમાં હજારો પ્રકારના નાના-મોટા શક્તિ નિગૂહનો ઘૂસી જઈને ચારિત્રને ખતમ કરી નાંખે છે. એ ન ભૂલવું કે પાકિસ્તાની સૈન્ય ભલે ભારત ઉપર આક્રમણ ન કરે, તોય જો આતંકવાદીઓ છૂપી રીતે ભારતમાં ઘૂસી ઠેર ઠેર આતંક ફેલાવે તો પાકિસ્તાન સાથેના યુદ્ધ વિના જ ભારત ત્રાસ-ત્રાસ પામે. એમ ભલે રાગદ્વેષ આત્માને વધુ સતાવતા ન હોવાનો આભાસ થાય, તો ય જો આ આળસ-કંટાળો-સુખશીલતા-ઉદ્વેગ વગેરે છૂપી રીતે જીવનમાં ઘૂસી જશે, તો વગર રાગદ્વેષે પણ ચારિત્રપરિણામના ભાંગીને ભુક્કા થઈ જાય તોય નવાઈ નહિ. માત્ર મનની જ વાતો કરનારાઓને, મનના રાગદ્વેષ ઘટાડવાની વાતો કરનારાઓને કોણ સમજાવશે કે “ભઈલા! તું ભલે મારી વાત ન માને, પણ ગૌતમસ્વામી વગેરે ગણધરમહારાજાઓની વાતમાં તો તને વિશ્વાસ છે ને? એમણે રચેલા, તમામ તીર્થકરોએ દીક્ષા સમયે ઉચ્ચરેલા કરેમિ ભંતે સૂત્રની સત્યતા ઉપર તો તને વિશ્વાસ છે ને? તો એમાં માત્ર મનના જ પાપો ત્યાગવાનું કહ્યું છે શું? વચન અને કાયાના પાપો ત્યાગવાનું કહ્યું નથી શું? તો શા માટે ખોટો અર્થ પકડીને હાથે કરીને આત્માને ઉન્માર્ગગામી બનાવે છે ? ભઈલા! વચન-કાયાના પાપો ત્યાગવાનું તારું સામર્થ્ય ન હોય તો એ તારો દોષ છે. તું એનો એકરાર કરી લે ને ? પણ એને માટે જૂઠો પ્રચાર તો ન કર. આ તો તું પેલા શિયાળ જેવું કરે છે. ઘણા કુદકા મારવા છતાં શિયાળને લાગ્યું કે દ્રાક્ષની લુમ મારા હાથમાં નહિ આવે... ત્યારે “હું પહોંચી ન શકયો” એમ પોતાનો દોષ સ્વીકારવાને બદલે “દ્રાક્ષ ખાટી છે” એમ દ્રાક્ષનો દોષ કાઢે છે. વાહ ભાઈ વાહ! મીઠી દ્રાક્ષને પણ તારો દોષ ઢાંકવા ખાટી કહેવી... એ કઈ જાતનો ન્યાય! આવી જ રીતે તું વચન-કાયાના પાપોનો ત્યાગ કરવા કુદ્યો, પણ તારી કુદ ટૂંકી પડી, તારા દોષોને કારણે તું એ પાપો ત્યાગી ન શક્યો, એ પાપો સેવવા પરવશ બન્યો, તો એ વખતે તું તો એ પાપને જ પાપ કહેવાની ના પાડવા માંડ્યો ? “વચન-કાયાના પાપો એ પાપ જ ન કહેવાય' એમ ઘોષણા કરવા માંડ્યો ? આ તો તે મીઠીદ્રાક્ષને ખાટી કીધી ને? તારે તો એમ બોલવું જોઈએ કે “વચન-કાયાના પાપો પણ પાપ જ છે, મારે એ છોડવા જ જોઈએ. પણ મારી શક્તિ ઓછી પડે છે, માટે હું એ પાપોને ત્યાગી શકતો નથી.” ટૂંકમાં દ્રાક્ષ મીઠી જ છે. એમ વચન-કાયાના પાપો પણ પાપ જ છે. • જ જાજા રા - ૧૧૨ જે જે જે જજે જે જ Page #114 -------------------------------------------------------------------------- ________________ & & &- તિવિહિં વિવિધ માં વાયા[ [vi k & * * દ્રાક્ષ સુધી શિયાળનો કુદકો નથી પહોંચતો તેમ વચન-કાયાના પાપો ત્યાગવા તુરીનું સામર્થ્ય કોઈકનું ન પહોંચે. “દ્રાક્ષ ખાટી છે.” એમ બોલવું એ કપટ છે. તેમ “વચન-કાયાના પાપો પાપ જ નથી.” એમ બોલવું એ કપટ છે. એને બદલે દ્રાક્ષ તો મીઠી જ છે, પણ મારો કુદકો પહોંચતો નથી.” એમ કહેવું એ સજ્જનતા છે. વચન-કાયાના પાપો પાપ જ છે, પણ એ હું ત્યાગી શકતો નથી” એમ કહેવું એ સંવિગ્નપાણિકતા છે જિનશાસનનો રાગ છે, સમ્યક્ત્વની નિર્મળતા છે. પણ ખરેખર જો ઉંડાણથી ચકાસશું તો આપણને લાગશે કે આપણી જાત શિયાળ જેવું કપટ ખેલી રહી છે, એ સજ્જનતા બતાવતી નથી. જરાક વિચારીએ કે ગરમાગરમ દૂધ વગેરેની લાલસાથી નવકારશી છોડી શકાય એમ ન હોય, ત્યારે આપણે એમ બોલશું? કે “મારી એકાસણુ કરવાની શક્તિ છે, મારે એ જ કરવું જોઈએ. પણ આ ચા-દૂધની આસક્તિના પાપે હું નવકારશી વાપરું છું. કે પછી એમ બોલશું કે “મારે અશક્તિ છે. અમુક દવાઓ લેવાની છે. ચા-દૂધ વાપર્યા વિના નહિ ચાલે. માટે નવકારશી કરું છું.” જો બીજી વાત બોલીએ તો “નવકારશી કરવી પાપ નથી” એવું જ આપણે ગર્ભિત રીતે સ્થાપિત કરી રહ્યા નથી ? “હું જે નવકારશી કરું છું. એ તો કારણસર છે, શાસ્ત્રમાન્ય છે. એમ જ સાબિત કરવાનો પ્રયત્ન છે ને ? અકાળે ગુર્નાદિની સહર્ષ સંમતિ વિના જ વ્યાખ્યાનો કરવાની, પુસ્તકાદિ છપાવવાની, શિષ્યો કરવાની, અલગ ચાતુર્માસ કરવાની લાલસા પ્રગટી... તો શું આપણે એમ કહેશું કે “આ રીતે અકાળે, ગુર્વાદિની આંતરિક સંમતિ વિના આ બધું જ ખોટું છે. છતાં મેં ગમે તે કરીને ગુર્નાદિની સંમતિ લીધી. કમને પણ એમને હા પડાવી, એમનાથી છાનુ કર્યું... એ બધું જ ખોટું છે.... કે આપણે એમ કહેશું ? કે “આ ભયંકર કાળમાં તો જેટલાને બચાવી શકાય એટલાં બચાવવા. ગુરુ જૂનવાણી હોય તો ભલે રજા ન આપે, પણ મારે ગમે તે રીતે રજા લઈને, કપટ કરીને પણ આ કાર્યો કરવા જ રહ્યા. આ કાર્યો વિના પરોપકાર થશે શી રીતે ?” સહવર્તીઓ પ્રત્યે ઈર્ષ્યા હોય, એમના વિકાસમાં અંદર ભારે બળાપો થતો હોય ત્યારે જેમ દૂધમાંથી પોરા કાઢવાના હોય” એમ વાતે વાતે કોઈપણ રીતે એમના દોષો કાઢવા મન તત્પર બને અને સાચા-ખોટા, ઓછા-વત્તા એ દોષોને ચારે બાજુ ગાઈ એ પ્રતિસ્પર્ધીને ------------------- ૧૧૩ - - - - - - - - - - - - - - - - - - - Page #115 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો બદનામ કરવાની પ્રવૃત્તિ પણ થાય પણ એ પછી પણ ક્યારેય આપણે એવું બોલશું ખરા? કે “એ સંયમી તો નિર્દોષ જ હતો, રે! ખરેખર એનો કોઈ દોષ હોય તો પણ એ ઓછો હતો, અલ્પ હતો. હું જે કંઈ બોલતો, એ બધું મારી ઈર્ષ્યાના પાપથી પ્રેરાઈને જ બોલેલો.’ કે એમ બોલશું ? કે “ના,ના. મને તો કોઈ ઈર્ષ્યા નથી. હું સાધુ છું. મારે શું કામ કોઈના વિકાસમાં દુઃખી થવું ? પણ એ માણસ જ એવો વિચિત્ર છે, એને જો બદનામ ન કરવામાં આવે, તો એ કેટલાય ભોળીયાઓને ભોળવી જાય. હું તો એ ભોળીયાઓને બચાવવા માટે જ એના દોષો બોલું છું. મને એ વ્યક્તિ પ્રત્યે કોઈ જ દ્વેષ નથી.” ગુરુ કે સહવર્તીઓ ક્યારેક આપણને સખત ઠપકો આપે, એ વખતે ખોટું લાગે... ત્યાંથી ઉઠીને ચાલ્યા જઈએ, કે ત્યાં જ સામે જવાબો આપીએ... આ રીતે અહંકારની સામે હાર પામીએ, એ પછી આપણે એમ બોલશું ? કે “કોઈએ મારું અપમાન કર્યુ, અને હું રીસાઈ ગયો, એ મારો જ અહંકાર દોષ છે. એ પૂજ્જોએ તો મને સાચેસાચી વાત કરી દીધેલી. મારે એને પચાવવી જ જોઈએ, પણ હું એને પચાવી ન શક્યો.” કે પછી એમ બોલશું કે “મને માન-અપમાનનો કોઈ સવાલ જ નથી. એ બધાથી હું નિર્લેપ છું. પણ અન્યાય મારાથી સહન ન થાય. અન્યાયનો વિરોધ તો કરવો જ પડે. અને ગુર્વાદિએ મને જે રીતે ઉતારી પાડ્યો છે, એ ચોખે ચોક્ખો અન્યાય જ છે, એટલે મારે એનો વિરોધ કરવો પડ્યો. બાકી મારે વળી માન.શું અને અપમાન શું ?” કોઈક મુમુક્ષુને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. પછી લાગ્યું. કે આમાં એ મારા તરફ આકર્ષાયો નથી. મારાથી દૂર જ ભાગે છે. અને બીજા પાસે દીક્ષા લેશે. ત્યારે એમ બોલશું ? કે “મારું પુણ્ય-પુરુષાર્થ ખામીવાળા છે. મારે એને શિષ્ય કરવો હતો. પણ હું નિષ્ફળ ગયો. મારું સંયમ વિશિષ્ટ નથી ને ?” કે એમ બોલશું કે “એ મુમુક્ષુ વિશિષ્ટ પાત્રતાવાળો નથી, અને હું જેવા તેવાને દીક્ષા ન આપું. મેં જ એને ના પાડી કે તું મારો શિષ્ય નહિ બની શકે... બીજે દીક્ષા લે, એટલે એ જતો રહ્યો. ટૂંકમાં આપણો દોષ હોવા છતાં એનો સ્વીકાર ન કરવો. અને આપણી ભૂલ છાવરવા માટે સામેના માણસ કે સામેની વસ્તુનો દોષ કાઢવો... એનું નામ “દ્રાક્ષ ખાટી છે.” એટલે સંયમીએ માત્ર માનસિક દોષોની, રાગ-દ્વેષની વિરતિ પામીને સંતોષ ન પામવો, પરંતુ પોતાની તમામ શક્તિ ફોરવીને વાચિકદોષોનો અને કાયિકદોષોનો પણ ત્યાગ કરવો જ, તો જ સાધુતા અખંડિત રહે. * ૧૧૪ * * XXX Page #116 -------------------------------------------------------------------------- ________________ C. तस्स भंते ! पडिक्कमामि ✩ ભવિષ્યકાળમાં હવે આખી જીંદગી સુધી કોઈ પણ સાવઘયોગનું સેવન નહિ કરવાની પ્રતિજ્ઞા તો લઈ લીધી. પણ એ પાળવી અઘરી છે. કેમ કે આ બધા પાપો ભૂતકાળમાં અનંતીવાર સેવેલા છે. આ ભવમાં પણ ઘણા બધા પાપો સેવેલા છે. અને એ તીવ્રતા સાથે, મસ્ત બનીને સેવેલા છે. એટલે એના ગાઢ સંસ્કારો જીવમાં પડી ચૂકેલા છે. એટલે ભલે એ પાપો ન કરવાની પ્રતિજ્ઞા હોંશે હોંશે લીધી, પણ જ્યાં સુધી જૂના સંસ્કારોને ઘસી ઘસીને ખલાસ કરવામાં નહિ આવે, ત્યાં સુધી તમામે તમામ પાપોને મન-વચન-કાયાથી નહિ કરવાની પ્રતિજ્ઞાનું સંપૂર્ણ પાલન ભારે પડી જવાનું. પેલા સિગરેટ-બીડી-તમાકુ-દારુ-ડ્રગ્સના વ્યસનીઓ જોયા છે ને ? એ પણ ક્યારેક ઉલ્લાસમાં આવીને પ્રતિજ્ઞા તો લઈ લે છે કે “બસ, આ પળથી આખી જીંદગી માટે બધા જ વ્યસનોનો સંપૂર્ણ ત્યાગ!’’ પણ એ કંઈ સહેલું છે ? થોડીવાર થાય અને વર્ષોથી અંદ૨ ઘૂસી ગયેલા વ્યસનો એને તલપ ઊભી કરે. ફરી વ્યસન કરવા મન તલપાપડ બને... અને બધી પ્રતિજ્ઞા ભૂલી જઈને તલપને વશ થઈને વ્યસનો સેવી જ બેસે. આવી જ હાલત આ જીવની છે. પાપો ખરેખર છોડવા જેવા લાગ્યા અને મહાભીષ્મ પ્રતિજ્ઞા લીધી. પણ અનાદિકાળથી એ દોષોનું સેવન કરવાનું જે વ્યસન પડી ગયું છે, એનું શું ? એ તો આ જીવડાને ફરી ફરીને દોષોનું સેવન કરવા પ્રેરશે જ. અને જીવ પરવશ બનીને, પ્રતિજ્ઞા ભૂલી જઈને, ભાંગી નાંખીને ફરી દોષો સેવશે જ. હવે જો આવું જ ચાલવાનું હોય તો જેમ પેલો વ્યસની હજાર વાર પ્રતિજ્ઞા લે, તોય બધું પત્થર પર પાણી! એમ આ સંયમી હજાર વાર કરેમિ ભંતે...ની પ્રતિજ્ઞા લે, તો પણ બધું પત્થર પર પાણી! ફાયદો કંઈ નહિ, ઉલ્ટું પ્રતિજ્ઞાભંગના ઘો૨ પા૫ લમણે ઝીંકાય એ નફામાં! અને આ અનુભવસિદ્ધ વસ્તુ છે. ‘હવે વિકા૨ના-વાસનાના જંગલમાં અટવાવું નથી જ' એવી ઉચ્ચતમ ભાવના દીક્ષા વખતે બધાની હતી જ ને ? છતાં એ પછી નાના-મોટા વિકારોનો - વાસનાઓનો ભોગ બન્યા જ ને ? જાણી જોઈને બન્યા ને ? ‘હવે આંબિલો કરીને, તપસ્વી બનીને અણાહારી જ બનવું છે. આ બધી ભોજનજંજાળમાં ફસાવું નથી જ' એવી સુંદરતમ ભાવના બધાની હતી જ ને ? છતાં એ ૧૧૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો પછી આહા૨સંજ્ઞાનો અને એને કારણે ફૂડ-કપટોનો, આવેશનો, નિષ્ઠુરતાદિનો ભોગ બન્યા ને ? ભાવતા-અણભાવતાના ભેદ પડ્યાને ? ‘હવે તો આ શરીરને કટ્ટર શત્રુ માનીને એની સાથે લડીશ’ એવી ઉછળતી ભાવના બધાની હતી ને ? છતાં એ પછી તડકાથી બચવા અંધારાના વિહાર, ઉપધિના ભારથી બચવા સાઈકલાદિ, ઠંડીથી બચવા ધાબડાદિ, ગરમીથી બચવા માટીના ઠંડા ઘડા, કાંકરીઓથી બચવા સોલવાળા જોડા વગેરે વગેરે વાપરીને શરીર સાથે મૈત્રીસંબંધો બાંધ્યા ને ? ‘હવે મારા માટે ઉંઘ હરામ છે. પાંચ-છ કલાક ઉંઘ લઈશ, બસ,એ સિવાય રાત્રે અને દિવસે સંયમ-સ્વાધ્યાયમાં લીન બની જઈશ' આવી ઉદાત્ત કામના બધાને હતી ને ? છતાં પછી રાત્રે ૭-૮ કલાકની ઉંઘ, દિવસે અડધો કલાક આરામ, કોઈ ઉંઘમાં જાણેઅજાણે ખલેલ પહોંચાડે તો એના પ્રત્યે ગુસ્સો, ઉંઘ ઘણી સારી આવે તો આનંદ, ઉંઘ ન આવે તો દુઃખ... આવી આવી વિટંબણાઓનો ભોગ બન્યા ને ? ‘આ સાધુ-સાધ્વીઓ તો પરમપૂજનીય છે. એમની અપૂર્વ સેવા કરીશ. એમની સામે કદી નહિ બોલું. એમના ગુણો જ ગાઈશ. એમને મારા ઉપકારી જ માનીશ.’ એવી વંદનીય ભાવના દીક્ષા વખતે બધાની હતી જ ને ? દીક્ષા બાદ એ સંયમીઓ પ્રત્યે તિરસ્કાર, એમની નિંદા, એમની સેવાદિમાં ઉપેક્ષા, એમની માંદગી વખતે પણ સેવા ન ક૨વા માટે આડા-અવળા થઈ જવાના પ્રયત્નો, સંયમીઓથી અલગ થઈ સ્વતંત્ર રીતે વિચરવાના મનોરથો પણ થયા જ ને ? આવું કેમ બન્યું ? એનો ઉત્તર આ છે કે આપણી એ મનોહર ભાવનાઓ ખોટી ન હતી, કોરી ન હતી... પણ આપણામાં એ બધા કરતાં તદ્દન વિપરીત સંસ્કારો ચક્કાજામ હતા અને છે. એણે આપણી બધી ભાવનાઓને ધૂળમાં મેળવી દીધી. સજ્જન બનવા ઈચ્છતા આપણને દુર્જન બનાવી દીધા, સંત બનવા ઝંખતા આપણને કંત (સંસારી ગૃહસ્થ) બનાવી દીધા... જ્યાં સુધી આ કુસંસ્કારો ઘસાઈ ઘસાઈને નબળા ન પડે, ત્યાં સુધી આ લીધેલી પ્રતિજ્ઞાઓ સફળ ન બને... એ માટે જ કુસંસ્કારોને ઘસારો પહોંચાડવો, એમને ખતમ કરવા એ ખૂબ જરુરી છે. એ માટે જરુરી છે એ ભૂતકાલીન અનંતાનંત પાપોનો ઘોર પશ્ચાત્તાપ! એ પશ્ચાત્તાપ સાથે એ તમામ પાપોની માફી માંગવી! આનું નામ જ પ્રતિક્રમણ ! “મેં ભૂતકાળમાં જે જે પાપો કરેલા છે, એ બધા ખરેખર ન કરવા જેવા જ હતા. ૪૧૧૬૦**** * Page #118 -------------------------------------------------------------------------- ________________ * तस्स भंते ! पडिक्कमामि એ પાપોનો પડછાયો પણ મારે લેવાનો ન હતો. પણ હું રસ્તો ભૂલ્યો,. ખેર! આજે આ તમામે તમામ પાપોને યાદ કરી કરીને હું માફી માંગું છું. મારે એનો કોઈ જ બચાવ નથી કરવો, મારે તો કોઈપણ ભોગે એ પાપોમાંથી, એના જાલીમ સંસ્કારોના સકંજામાંથી છૂટકારો મેળવવો છે.” આનુ નામ પ્રતિક્રમણ ! આ પ્રતિક્રમણ જ, મિચ્છા મિ દુક્કડં જ કુસંસ્કારોને નબળા પાડી દે છે, જો કુસંસ્કારો નબળા પડી જાય, તો પછી પાપોને ઉત્પન્ન કરનાર કોઈ ન રહે, તો જ આપણી સાવદ્યયોગત્યાગની પ્રતિજ્ઞા નિર્વિઘ્ને પાળી શકાય. એટલે જ આ આખી પ્રતિજ્ઞા દર્શાવ્યા બાદ પ્રસ્તુત સૂત્રમાં એ પ્રતિજ્ઞાની સફળતા માટે ‘તસ્સે મંતે ! પહિમામ્' શબ્દ મૂકવામાં આવ્યો છે. એનો અર્થ એ છે કે “મેં ભવિષ્યમાં કોઈપણ પ્રકારના પાપો ન કરવાની પ્રતિજ્ઞા લઈ લીધી છે. પણ મારા જીવનમાં ભૂતકાળમાં જે પાપો થઈ ચૂક્યા છે. એ ભૂતકાલીન પાપોની હું ક્ષમા માંગું છું.” આ અત્યંત મહત્ત્વનું છે. જેઓ નવી પ્રતિજ્ઞાઓ લેવામાં ઉલ્લાસ ધરાવે, પણ ભૂતકાળમાં એના સંબંધી જે ગરબડો કરી હોય એનો હિસાબ ચૂકતે ન કરે, એની નવી પ્રતિજ્ઞાઓ ટકવી લગભગ અશક્ય બની રહે છે. આ જ માટે દરેકે દરેક મુમુક્ષુએ દીક્ષા લેતા પૂર્વે સદ્ગુરુ પાસે ભવાલોચના લઈ લેવી જોઈએ. સદ્ગુરુ પાસે રડતા હૈયે પોતાના સઘળા પાપોનું વર્ણન કરે, એટલે આપોઆપ જ એ વખતે એના ઘણા કુસંસ્કારો નબળા પડવા લાગે, પછી તો ગુરુ પણ એને માર્ગદર્શન આપે અને એ રીતે દીક્ષા લેતા પૂર્વે આ સંસ્કારનાશની મહત્ત્વની પ્રક્રિયા થઈ જાય અને પછી દીક્ષા થાય તો દીક્ષાજીવનમાં જૂના દોષો ફરી ન પ્રગટે, અને જીવન નિર્મળ બની રહે. પ્રત્યેક મુમુક્ષુએ એ નિર્ણય કરવો કે “હું દીક્ષા પૂર્વે મારા આખા ય ભવના નાનામોટા સઘળા પાપોને યાદ કરી કરીને, વિસ્તારથી લખીશ. કશું નહિ છુપાવું. એ પછી બીજા છ મહિને બીજી વાર આલોચના લઈશ. એ પછી વળી છ મહિને ત્રીજીવાર આલોચના લઈશ. એમાં મારા સદ્ગુરુના માર્ગદર્શન પ્રમાણે કરતો રહીશ. આ રીતે ત્રણવાર આલોચના કરીશ એટલે મને અને મારા ગુરુને પણ ખ્યાલ આવશે કે મારા કુસંસ્કારોમાં ઘટાડો કેટલો થયો ? એ પછી એ મારી પાત્રતાનો નિર્ણય કરી દીક્ષાની રજા આપશે, પછી હું દીક્ષા લઈશ.” ગુરુએ પણ દીક્ષા માટેની ઉતાવળ કર્યા વિના જ આ રીતે ભવાલોચના કરાવવા XX Page #119 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. એકવાર, બેવાર, ત્રણવાર આલોચના થાય... એના દોષો ઘટતા ઘટતા દેખાય, એ રીતે દોષો કાબુમાં આવી જાય... પછી દીક્ષા આપવી. (અલબત્ત શાસ્ત્રમાં કંઈ આ રીતે ત્રણ ભવાલોચના વગેરે વાત નથી. પણ એકાદવાર તો સમગ્ર પાપોની આલોચના કરવાની હોય જ છે. ઉ૫૨ જે ત્રણ વાર આલોચના કરવાનું કહ્યું છે, તે વર્તમાનકાળની વિચિત્રતાઓને કા૨ણે વધુ પરીક્ષા કરવા માટે જણાવેલું છે. બાકી તો સુપાત્ર જીવને તરત પણ દીક્ષા અપાય. પણ સુપાત્રતાનું ગણિત ઘણું જ ચોખ્ખુ કરવું જોઈએ. જો ભવાલોચનાદિ પ્રક્રિયા વિના જ દીક્ષા થઈ, તો એ દીક્ષાઓ પાછળથી નિષ્ફળ જવાની શક્યતાઓ આ કાળમાં ઘણી દેખાય છે...) આ બધી સમજ ન હોવાના કારણે ભવાલોચના કર્યા વિના દીક્ષા લઈ લીધી હોય, તો પણ વાંધો નહિ. દીક્ષા બાદ પણ પોતાના આખાય જીવનના બધા જ પાપોની આલોચના થઈ જ શકે છે. દીક્ષા થઈ ગઈ હોવાથી એ બધી આલોચનાના પ્રાયશ્ચિત્ત આપવા કે નહિ એ ભલે ગીતાર્થો નક્કી કરે, પણ આલોચના કરવી તો આવશ્યક જ છે. અપવાદ માર્ગે યતનાપૂર્વક જે દોષો સેવાયા હોય તેનું પ્રાયશ્ચિત્ત ન આવતું હોવા છતાં પણ એની પણ આલોચના તો ગુરુ પાસે કરવાની હોય જ છે, તો આ તો આખી જીંદગીના, મલિનભાવો સાથેના પાપો છે... એમની આલોચના કર્યા વિના ચાલે જ કેમ ? એટલે દીક્ષા બાદ પણ પ્રત્યેક સંયમીએ સદ્ગુરુ પાસે આખી જીંદગીના સઘળા પાપોની આલોચના લેવી જ રહી. આમ થશે તો સંયમજીવનમાં અત્યારે જે દોષો સેવાતા હશે,- તે બધા ધીમે ધીમે નબળા પડતા, ઘટતા જતા અનુભવાશે. આત્મિકશુદ્ધિ વધતી અનુભવાશે. એક પ્રકારનો ‘હાશકારો' જીવને ટાઢક પહોંચાડશે... આમ તક્ષ્ણ મંતે! પવિમામિ શબ્દો કુસંસ્કારનાશ માટે ભૂતકાલીન સઘળા પાપોનો પશ્ચાત્તાપ, આલોચના, મિચ્છા મિ દુક્કડં કરવાનું માર્ગદર્શન આપે છે. પ્રશ્ન : આ બધી વાત તો બરાબર, પણ અંતે શબ્દ ફરી બોલવાની શી જરુર ? સૂત્રના પ્રારંભમાં જ ભંતે શબ્દ આવી ચૂકેલો જ છે. ઉત્તર : સામાયિક પ્રતિજ્ઞાની જે ક્રિયા કરી, એ ક્રિયાનું પ્રત્યર્પણ કરવા માટે પુનઃ અંતે શબ્દનો ઉચ્ચાર કરવામાં આવ્યો છે. આશય એ છે કે શિષ્યે કોઈપણ કાર્ય શરુ કરતા પૂર્વે ગુરુને પૂછીને, ગુરુને જણાવીને પ્રેમથી રજા મળ્યા બાદ જ કામ કરવું જોઈએ. અને કાર્ય પૂર્ણ થાય, ત્યારે પણ ગુરુ પાસે આવીને જણાવવું જોઈએ કે “આ રીતે પેલું કાર્ય પૂર્ણ થયું છે.” વૃત્તિકા૨શ્રીએ ભાષ્યની સાક્ષીને લઈને આ જ વાત કરી છે કે “સર્વયિાવસાને ગુરો: प्रत्यर्पणं कार्यम्” ૪૨ ૧૧૮**** Page #120 -------------------------------------------------------------------------- ________________ * तस्स भंते ! पडिक्कमामि જ્યારે સામાયિક લેવાની ક્રિયા શરુ કરી, ત્યારે ભંતે... શબ્દ અને હવે જ્યારે સામાયિક લેવાની ક્રિયા પૂર્ણ થાય છે, ત્યારે પણ ભંતે શબ્દ દ્વારા ગુરુને એનું પ્રત્યર્પણ કરવામાં આવે છે. *** ભૂતકાળના પાપોનું પ્રતિક્રમણ બે રીતે થાય. દ્રવ્યથી અને ભાવથી. એમાં માત્ર શબ્દો જ બોલવાના હોય, અંદ૨ પ્રતિક્રમણનો ભાવ ન હોય તો એ દ્રવ્યપ્રતિક્રમણ છે. પણ અંદ૨ પ્રતિક્રમણનો ભાવ પડેલો હોય તો એ ભાવ પ્રતિક્રમણ! પ્રશ્ન : પ્રતિઋમામિ-પડિમામિ એ શબ્દનો અર્થ શું ? ઉત્તર : તમને કીધું ને કે ભૂતાત્ સાવદ્યયોાત્ નિવર્તેદું એટલે કે ભૂતકાળમાં થઈ ગયેલા સાવદ્યયોગોથી હું અટકું છું, પાછો ફરું છું. પ્રશ્ન : વાહ! ભૂતકાળમાં એ પાપ જો થઈ જ ગયું છે. તો એનાથી અટકવાનું રહ્યું જ ક્યાં ? રાત્રે ખાઈ લીધા બાદ “હું રાત્રે ખાવાના પાપથી અટકું છું.” એમ કોઈ બોલે તો કેવું કહેવાય ? ઉત્તર ઃ ભલે પાપ થઈ ગયું, પણ ભવિષ્યમાં ફરી એ પાપ નહિ કરવાનું. એ રીતે એનાથી અટકવાનું.. પ્રશ્ન : એ તો પચ્ચક્ખાણ કહેવાય, પ્રતિક્રમણ નહિ, પચ્ચકખાણ તો પૂર્વે કરી જ લીધું છે. વળી પ્રતિક્રમણ ભૂતકાલીન પાપોનું જ હોય, તમે તો ભવિષ્યના પાપોનું પ્રતિક્રમણ બતાવો છો. એ ખોટું છે. સમાધાન : તસ્માત્ત્વ નિવૃત્તિયંત્તવનુમતેવિરમમિતિ ભૂતકાલીન પાપોથી નિવૃત્તિ = ભૂતકાલીન પાપોની અનુમોદના કોઈપણ પ્રકારે ન કરવી તે. 'ભૂતકાલીન પાપોનું પ્રતિક્રમણ = ભૂતકાલીન પાપોની અનુમોદના કોઈપણ પ્રકારે ન કરવી તે. આ વાત જરાક વિસ્તારથી સમજીએ. કોઈ જોરદાર ક્રિકેટ ૨મનારા મુમુક્ષુએ દીક્ષા લીધી હોય, હવે દીક્ષા બાદ પોતાના મિત્રો પાસે કે સહવર્તીઓ પાસે ક્રિકેટની વાત નીકળે એ વખતે બોલે કે “હું તો ખૂબ શોખીન હતો. રોજ ચાર-પાંચ કલાક રમવા જોઈએ જ. મારી બોલીંગથી બધા ધ્રૂજે.. મેં મારી ટીમને અનેક મેચો જીતાડી આપી હતી....' ક્રિકેટ એ પાપ છે. સાવદ્ય છે... અને જો આ સાધુના શબ્દોમાં પશ્ચાત્તાપને બદલે આનંદ અનુભવાતો હોય તો ભૂતકાળના પાપોની તે અનુમોદના કરી રહ્યો છે... એમ નક્કી થાય. ૧૧૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ * મહાવ્રતો ધારો કે પોતે આ બધુ ન બોલે, પણ મિત્રો વગેરે બોલે કે “આ મહારાજ સાહેબ તો જોરદાર ક્રિકેટર હતા...” એ વખતે સાધુ મલકાય, આનંદ પામે. એને ત્રાસ ન થાય... તો એ ભૂતકાલીન પાપોની અનુમોદના જ છે. સાધુના શબ્દો તો કેવા હોય. “અરેરે! મેં ક્રિકેટ રમવામાં ઘોર હિંસા કરી. ઘાસના જીવોની વિરાધના કરી, કેટલાય ત્રસજીવોને મારી નાંખ્યા... હાય !” ** જેમ કતલખાનાની ક્રૂરતાનું વર્ણન સાંભળતી વખતે મોઢા પર મલકાટ આવી ન શકે, એમ ક્રિકેટની મસ્તીના વર્ણન વખતે પણ કરુણાસંપન્ન સાધુના મોઢા પર મલકાટ કેમ આવી શકે ? આ ભૂતકાલીન પાપોની અનુમોદના પણ અનેક રીતે થાય. • ‘આજે મારા મિત્રોને / સહવર્તિઓને મારી ક્રિકેટની હેરત ભરી વાતો કરીશ.' આ મનથી અનુમોદના કરી. ‘હું બોલું એ સારું નહિ. મારા મિત્ર પાસે એ વાતો બોલાવડાવીશ' આ મનથી અનુમોદના કરી.' • ‘પેલા મિત્રે મારી ક્રિકેટની વાતો જોરદાર રીતે બતાવી, બધા સ્તબ્ધ થઈ ગયા’ આ મનથી અનુમોદના કરી. ‘હું જોરદાર ક્રિકેટ ૨મતો...' આ વચનથી અનુમોદના. તુ “એય ! આ બધું તુ બોલ. મારે ન બોલાય... આ વચનથી અનુમોદના. “અલા, તેં તો મારી ક્રિકેટની વાતો જોરદાર કરી. તું બોલવામાં હોંશિયાર છે.’ આ વચનથી અનુમોદના ! પોતે કેવી રીતે રમતો હતો, એ એક્ટીંગપૂર્વક હોંશે હોંશે બતાવવું એ કાયાથી અનુમોદના. ઈશારા દ્વારા, હાથ હલાવવા દ્વારા બીજાને પોતાની ક્રિકેટ રમવાની પદ્ધતિ બધાને દર્શાવવા પ્રેરવો એ કાયાથી અનુમોદના. • કોઈક પોતાના ક્રિકેટની પ્રશંસાદિ કરે, ત્યારે આંખના ઈશારાથી કે હાથ દ્વારા આનંદ પ્રદર્શિત કરવો... આ બધું પણ કાયાથી અનુમોદન છે. ભૂતકાળમાં થઈ ગયેલા પાપોનું આ રીતે મનથી, વચનથી, કાયાથી કરણ-કરાવણઅનુમોદન રૂપ અનુમોદન સંભવી શકે છે. આ બધાથી સાધુએ અટકવાનું છે. સાધુજીવનમાં ભૂતકાલીન પાપોની જુદી જુદી રીતે જે અનુમોદનાઓ સંભવે છે, એ આપણે કેટલાક દષ્ટાંતો દ્વારા વિચારીએ. ૧૨૦ Page #122 -------------------------------------------------------------------------- ________________ तस्स भंते ! पडिक्कमामि (ક) ભૂતકાળમાં કોઈક પ્રસંગે કપટ કરીને, જૂઠું બોલીને માતા-પિતા, મિત્રો વગેરેને ઠગ્યા હોય, બધાને ઉલ્લું બનાવ્યા હોય, એમાં જોરદાર ચતુરાઈ વાપરી હોય. આ બધુ અત્યારેં યાદ આવે અને પોતાની એ ચતુરાઈ બદલ ઉંડે-ઉંડે આનંદ થાય પણ “હાય ! મારો આત્મા કેવો કપટી લુચ્ચો હતો.” એમ પશ્ચાત્તાપ ન થાય. (ખ) કોઈ સ્ત્રી સાથે પરિચય થયો હોય. ઘણી ઘણી વાતો કરી હોય, મજાકમસ્તીઓ કરી હોય... આ બધું યાદ કરવામાં રસ પડે, મજા આવે, મનને સુખ લાગે... પણ એવો વિચાર ન આવે કે “હું કેવા વિકૃત આનંદનો ભોગ બનેલો. ધિક્કાર હો મારી જાતને!' (ગ) સ્વજનો સાથે કે મિત્રો સાથે ફરવા ગયો હોય, ત્યાં ખાવા-પીવાના જલસા કર્યા હોય. હીલસ્ટેશનોની મજા માણી હોય... એ બધું હોંશે હોંશે યાદ કરવામાં આવે. પણ એ દરેક સ્મરણ વખતે ક્યાંય આંખના ખૂણે આંસુનું એક ટીંપુ પણ ન બાઝે કે “હાય! મેં જીંદગીના અમૂલ્ય દિવસો આ હરવા-ફરવા-ખાવા-પીવાના ધતીંગોમાં વેડફી નાંખ્યા...' (ઘ) “મારી બા મને કેટલો ચાહતી હતી. મારી બેન પણ મારા માટે કેટલું બધું રડેલી! મારો ભાઈ તો મને દીક્ષા આપવા તૈયાર ન હતો. કેટલો બધો ગાઢ અનુરાગ!....” આ રીતના વિચારો, એમાં સ્વજનોનો પોતાના પ્રત્યેનો સ્નેહ, પોતાનું આ સૌભાગ્ય... આ બધુ જ ગમે. પણ એવો વિચાર ન આવે કે “છે ને, આ સંસારની વિટંબણાઓ ! બિચારા જીવો સ્નેહરાગમાં અટવાઈ જઈને અમૂલો માનવભવ ગુમાવી દે છે. કોણ બચાવશે આ બા-ભાઈ-બહેનને આ સ્નેહરાગના ફંદમાંથી ?” (ચ) સાધ્વીજીને વિચાર આવે કે “રસોઈ બનાવવામાં તો મારી કુનેહ કાબિલેદાદ હતી. ઘરવાળા બધા આંગળા ચાટતા થઈ જતા. રોજ નવી નવી વસ્તુ બનાવતી. બધાને ખુશ કરી દેતી.” એમ પોતાની રસોઈ બનાવવાની આવડતને યાદ કરી કરીને મનમાં હરખાય, પણ એમ ન વિચારે કે “હાય! માત્ર સ્વજનોને ખુશ કરવા મેં છકાયનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો. કેટલા શાક સમાર્યા, કેટલા પાણીના જીવોને બાળી નાંખ્યા, કેટલી અગ્નિઓ પેટાવી, કેટલી ઈયળો,કીડીઓ મારા દ્વારા મરણશરણ બની. રોજ રોજ કાચા મીઠાને રસોઈમાં મોતના દર્શન કરાવ્યા. મેં રાક્ષસીનું કામ કર્યું.” 66 (છ) સાધ્વીજીને વિચાર આવે કે “ હું ઘર કેવું સાફ રાખતી. રોજ બે ટાઈમ કચરાપોતા...ખૂણે-ખાંચરે પણ કચરો ન રહેવા દઉં. હું ન કરું તો નોકરાણી પાસે પણ બરાબર કામ કરાવતી. પણ મારી ચોકસાઈ, સાજ-સજાવટ, ઘરનો અદ્ભુત શણગાર.... જે આવે બધા દંગ થઈ જતા... એવા એવા વિચારોથી મન પ્રફુલ્લિત થાય. પણ એવો વિચાર ન આવે કે “ઘર એટલે જડ! જાણે કે મડદુ ! મડદાનો કંઈ શણગાર કરવાનો XX ******* Page #123 -------------------------------------------------------------------------- ________________ - એક એક - જ - - - - - મહાવ્રતો ૯૦ ૯૯૦૯૦ ૧૯૯૨ - ૨૯ ૨૯ હોતો હશે? પણ મારો પુદ્ગલરાગ માઝા મૂકી ગયો. અને એ જડને સ્વચ્છ રાખવાની પલોજણમાં દિવસો-મહિનાઓ-વર્ષો બગાડ્યા. આત્માની ચોખ્ખાઈ કરવાનો અમૂલ્ય અવસર ગુમાવ્યો... આવા તો કેટલા પ્રસંગો વર્ણવવા ? જેમાં રાગ-દ્વેષ ભળ્યા, જેમાં પર્કાયની હિંસા ભળી... એ બધું સાવદ્ય! રે! સંસારીપણામાં તો જિનપૂજાદિ ધાર્મિક અનુષ્ઠાન વિનાની પળેપળ સાવદ્ય ! ત્યાં નિરવદ્ય હતું જ શું? એટલે જ સંસારની કોઈપણ વસ્તુનો વિચાર,સ્મરણ જો મનને ગમે, મનમાં ઉડે ઉડે પણ ખુશી જન્માવે, એ વિચારો કરવા માટે મન તલપાપડ બને... તો માની લેવું કે આ ભૂતકાલીન પાપોની અનુમોદના ચાલુ જ છે અને આવી દશોમાં ચારિત્રપરિણામ મલિન થાય જ, કદાચ મરણ પણ પામે. સંસારીજીવનમાં જે કંઈ ધર્માનુષ્ઠાનો કર્યા, એ બાજુ પર રાખો. એ સિવાયના આખાય સંસારીજીવનને, એની પ્રત્યેક પળને, એ પળની પ્રત્યેક પ્રવૃત્તિને બિલકુલ અનુમોદવી નથી. હાથે કરીને એનું સ્મરણ એ પણ અપેક્ષાએ એની અનુમોદના જ છે. પ્રસંગોપાત સ્મરણ થઈ જાય તો ય એનો લેશ પણ આનંદ નહિ જ.. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦. N આમ તો ડિમાનના અર્થમાં ઘણી જગ્યાએ નિન્વામિ નો અર્થ પણ વર્ણવાઈ ગયો છે. છતાં અહીં સ્પષ્ટતા કરી લઈએ કે ભૂતકાળના પાપોની અનુમોદના ન કરવી એ પ્રતિક્રમણ છે. ભૂતકાળમાં પાપો કરી બેસેલા આત્માને, એ પાપોને ધિક્કારવા, તિરસ્કારવા એ १०. निन्दामि गरिहामि अप्पाणं वोसिरामि નિંદા છે. એ પાપોનું અને પાપિષ્ઠ આત્માનું ગુરુ આગળ વર્ણન કરવું એ ગહ છે. નિંદા આત્મસાક્ષિકી છે. ગર્હ ગુરુસાક્ષિકી છે. આટલો એ બે વચ્ચે ભેદ છે. અપ્પાાં શબ્દ બે જગ્યાએ જોડવાનો છે. અપ્પાળ નિન્દ્વામિ... સાવઘયોગવાળા આત્માને આત્મસાક્ષીએ નિંદુ છું. અપ્પાાં રિહામિ... સાવધયોગવાળા આત્માને ગુરુસાક્ષીએ નિંદુ છું. હવે પ્રતિક્રમણ - નિંદા અને ગહ આ ત્રણ પદાર્થ અંગે કંઈક વિચારીએ. જીવને જે વસ્તુ ઉપાદેય લાગે, એની એ અનુમોદના-પ્રશંસા કરે. જીવને જે વસ્તુ ઉપાદેય કે હેય ન લાગે, એની એ અનુમોદના પણ ન કરે કે નિંદા પણ ન કરે. મિથ્યાત્વી જીવો બિચારા ભૂતકાળમાં પોતે કરેલા પાપોને ઉપાદેય માને છે, કરવા જેવા માને છે,... હવે એ પાપો તો હેય છે... છતાં એ જીવો એને ઉપાદેય માનીને એની અનુમોદના કરે છે... એ ભયંકર ભૂલ છે. પણ કેટલાક જીવો એવા છે કે મિથ્યાત્વ મંદ પડવા વગેરે કારણોસર એ પોતાના પાપોને ઉપાદેય (=કરવા જેવા) માનતા નથી, અને એટલે જ એની અનુમોદનાદિ પણ કરતા નથી. આ વાત સારી છે. પણ મુશ્કેલી એ છે કે એ પાપો એમને ખરાબ, ધિક્કારવા જેવા, ભયંકર નુકસાનકારી પણ લાગતા નથી. એમને એ પાપ પાપ લાગે છે, તો પણ સામાન્ય રીતે જ લાગે છે. એટલે જ એની જોરદાર નિંદા પણ કરતા નથી. આ ભૂમિકા બરાબર નથી. હેયને – પાપોને હેય માનવા. એ ઉત્તમ કક્ષા છે. ૧૨૩૪ Page #125 -------------------------------------------------------------------------- ________________ ------------------- મહાવ્રતો કે ---------- હેયને - પાપોને હેય ન માનવા, ઉપાદેય પણ ન માનવા એ મધ્યમ કક્ષા છે. હેયને - પાપોને ઉપાદેય માનવા એ નિમ્નકક્ષા છે, નુકસાનકારી કક્ષા છે. પાપોની અનુમોદના ન કરવી એ રૂપી પ્રતિક્રમણ હોય, પણ પાપોને ધિક્કારવા, તિરસ્કારવા એ રૂપી નિંદા ન હોય... તો પાપોના સંસ્કાર તુટવા અઘરા છે. પેલા અપુર્નબંધકની વ્યાખ્યામાં લખ્યું છે ને ? કે “એ સંસારને બહુ ન માને એટલે કે સંસારનો અતિરાગ એને ન હોય પણ એનો અર્થ એ જ કે “એને સંસાર પ્રત્યે અલ્પરાગ છે, દ્વેષ-ધિક્કાર નથી.” આવી અપુર્નબંધક જેવી દશા સાધુની ન હોય. એને તો સંસાર પ્રત્યે, પાપો પ્રત્યે ભારો ભાર તિરસ્કાર હોય. એટલે જ એ ભૂતકાલીન પાપોની અનુમોદના બંધ કરીને જ સંતોષ ન માને, પણ એ સાધુ તેની નિંદા કર્યા સિવાય રહી જ ન શકે. એણે ભૂતકાળના પાપો બદલ આંસુ સારવા ન પડે, પણ પ્રસંગવશાત જ્યારે પણ એ પાપો યાદ આવી જાય, ત્યારે એના હૈયામાં પશ્ચાત્તાપના ભાવો પ્રગટી જ જાય, આંખમાં અશ્રુબિંદુઓ બાઝી જાય, વાણીમાં ભીનાશ ભળી જાય... એક વિરાટ નદીની એક બાજુ ભયંકર જંગલ અને બીજી બાજુ મનોહર નગર ! જંગલમાં સાપ, ચિત્તા, વાઘ, અજગર વગેરે જંગલી પ્રાણીઓ ! નગરમાં સાતમાળના પ્રાસાદો, બગીચાઓ ! જંગલમાં રહેનારા ભીલો સાવ જંગલી અને નગરમાં રહેનારા માણસો સમજુ, વિવેકી, ગુણસંપન્ન ! જંગલમાંથી નગરમાં આવવા માટે નદી ઉપર બંધાયેલો એક પુલ! જે જંગલી ભીલો આ પુલ ઉપર આગળ વધે, તેઓ નગરમાં પહોંચીને નગરવાસીઓ જેવા જ શાણી-સમજુ બને. આ નાનકડું રૂપક અધ્યાત્મક્ષેત્રમાં પણ સમજવું. ગાઢ મિથ્યાત્વ એ જંગલ! સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રાદિ ગુણો એ નગર! જંગલમાંથી નગરમાં આવવા માટેનો પુલ એટલે મંદમિથ્યાત્વ! અપુર્નબંધકતા! જંગલમાં રહેલા ગાઢ મિથ્યાત્વીઓ તો ભારે ખરાબ! તેઓ પોતાના પાપો યાદ કરી કરીને મલકાય. નગરમાં રહેલા સમ્યગ્દષ્ટિ વગેરે જીવો તો ઘણા સારા! તેઓ પોતાના પાપો ઉપર ભારોભાર પશ્ચાત્તાપ કરે. જેઓ પુલ ઉપર રહેલા છે, તેઓ જંગલ છોડી ચૂક્યા હોવાથી સારા, પણ હજી નગરમાં પહોંચ્યા ન હોવાથી ઘણા સારા નહિ. તેઓ પોતાના પાપોની અનુમોદના ન કરે તો ય તે પાપોનો ઘોર પશ્ચાત્તાપ પણ એમના સ્વભાવમાં ન હોય. - સાધુ આ પુલ ઉપર નથી, પણ નગરનો રહેવાસી સારો નાગરિક છે. એટલે જ - ૯૯૯૯૯૯૯૯૯૯ ૧૨૪ જકાલ - - - - - - - - - Page #126 -------------------------------------------------------------------------- ________________ નક જ લકઝક જ જ-જર્ભ નિામ રદ્યામિ મMા વોસિરામિ જજ જજ એની પાસે પ્રતિક્રમણ (- ભૂતકાલીન પાપોની અનુમોદનાનો અભાવ) હોય અને ભૂતકાલીન પાપોની ઘોર નિંદા પણ હોય. પ્રતિક્રમણ હોય તો નવા કર્મોનો બંધ અટકે, સંવર થાય. નિંદા હોય તો જૂના કર્મોનો ક્ષય થાય, નિર્જરા થાય. મુખ્યત્વે અનુબંધ તૂટે. મોક્ષ માત્ર સંવરથી નથી મળતો, એમાં નિર્જરા પણ જોઈએ જ છે. આ વાત શાસ્ત્રકાર ભગવંતો સારી રીતે સમજે છે. માટે જ તેઓ માત્ર પ્રતિક્રમણની વાત કરીને અટક્યા નથી. સાથે સાથે નિંદાની પણ વાત ભારપૂર્વક કરે છે. નિંદાની તાકાત અપરંપાર છે, ક્ષપક શ્રેણી મંડાવી દેવાનું કામ આ નિંદા કરે છે. શ્રી મહાનિશીથસૂત્રમાં લખેલું છે કે પોતાના ભૂતકાલીન પાપો બદલ ઘોર પશ્ચાત્તાપ કરનારા અનંતાનંત આત્માઓ ક્ષપકશ્રેણી પર ચડીને સકલ કર્મનો ક્ષય કરીને મોક્ષ પામ્યા છે. પ્રશ્ન : જો નિંદાથી જ કાર્ય પતી જતું હોય, તો ગુરુને એ બધા પાપો કહેવા રૂપી ગહની શી જરુર? ઉત્તર : પોતાના પાપોનો ઘોર પશ્ચાત્તાપ હોય, અર્થાત્ આત્મનિંદા આત્મસાત થઈ હોય તો પણ ગુરુને એ બધા જ પાપો કહેવા રૂપી ગઈ અવશ્ય કરવી, કેમ કે... (ક) પોતાના પાપો નિર્લજ્જ બનીને ગુરુને કહેવા માટે પુષ્કળ માનસિકબળની જરુર પડે. અર્થાત્ વીર્યાન્તરાયનો પુષ્કળ ક્ષય થાય ત્યારે જ આ ગહ શક્ય બને. (ખ) નિંદા સાચી તો જ કહેવાય, જો ગહ કરવાની સંપૂર્ણ તૈયારી હોય. એક બાજુ પોતાના પાપો પર ઘોર પશ્ચાત્તાપ હોવાની વાત અને બીજી બાજુ ગુરુને એ પાપો કહેવામાં સંકોચ. એ બે વસ્તુને મેળ જ નથી. એટલે જે એમ કહે કે “હું મારા પાપો ગુરુને ન કહી શકું...” તેને એ પાપોનો સાચો પશ્ચાત્તાપ જ નથી, એમ માનવું પડે : ' પેટમાં દુઃખાવો, માથાનો દુઃખાવો જયારે માઝા મૂકે, ત્યારે રોગી બૂમો પાડે, ડોક્ટર પાસે સામેથી દોડે અને પોતાના રોગનું રડતા રડતા વર્ણન કરે. પણ જે રોગી પોતાનો રોગ ડોક્ટરને કહેવાની ના પાડે, છુપાવવાનો પ્રયત્ન કરે... એ પરમાર્થની રોગનાશને ઈચ્છતો જ નથી, એમ માનવું પડે. - એમ દોષો સેવી ચૂકેલો જીવ જો ગુરુને એ દોષો કહેવાની તૈયારી ન રાખે, એ દોષો છુપાવવાનો પ્રયત્ન કરે, તો પરમાર્થથી એ દોષનાશને ઈચ્છતો જ નથી, એમ માનવું પડે. નિંદા સાચી છે, એનું બેરોમીટર આ જ કે તે ગહ કરે છે, કરવા તૈયાર છે. જેઓ વગર ગહએ મોક્ષે ગયા છે, તેઓ પણ ગહ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતા, માટે જ મોક્ષે ગયા છે. ગઈ કરવાની તૈયારી પણ જેની ન હોય તેઓ ત્રિકાળમાં મોક્ષ પામ્યા નથી. જજજ દદદન૧૨ ૫ જજ જ છે Page #127 -------------------------------------------------------------------------- ________________ જ ૨૯-જા મહાવતો આ જ રીતે (ગ) ગહ કરે, તો ગુરુ એને દોષોથી બચવા માટેનું માર્ગદર્શન આપી શકે, તો જ જીવ દોષોથી બચી શકે. બાકી જેમ રોગી પોતાની મેળે જ ગમે તે દવાઓ કરે તો રોગને ખતમ કરવાની ઈચ્છા હોવા છતાં રોગ ખતમ ન થાય અને કદાચ વધી પણ જાય. એમ જીવ જો માત્ર સ્વનિંદા કરે, પણ ગહ ન કરે, તો દોષનો નાશ કરવાની ઈચ્છા હોવા છતાં પણ દોષ વધી પણ જાય. (ઘ) ગહ કરે તો ગુરુ એને પ્રાયશ્ચિત્ત આપે. પ્રાયશ્ચિત્ત વહન કરવામાં ઘણું સહન પણ કરવું પડે. અને જો એવું થાય તો જીવ ફરી પાપ કરવા જલ્દી તૈયાર ન થાય. પ્રાયશ્ચિત્તનો ભય એને પાપો કરતા અટકાવે. - જો માત્ર સ્વનિંદા જ કરે, ગહ ન કરે, તો પશ્ચાત્તાપ હોવા છતાં પણ પ્રાયશ્ચિત્ત ભય ન હોવાથી પાપોથી અટકવું દુષ્કર થાય. આજે પણ એવો અનુભવ થાય જ છે કે આપણા જીવનમાંય એવા ઘણા દોષો છે, કે જેને માટે આપણને પશ્ચાત્તાપ થાય છે. પરંતુ એ દોષો દૂર થતા નથી. જ્યારે જે દોષોમાં ગુરુનો ઠપકો, પ્રાયશ્ચિત્ત વગેરે મળ્યા છે, તે દોષોમાંથી આપણે તરત પાછા ફરી શક્યા છીએ. એટલે અકરણનિયમ માટે ગહ અત્યંત અગત્યનો ભાગ ભજવે છે. (ચ) જીવ અજ્ઞાની, અણસમજુ છે. દોષ કોને કહેવાય? ગુણ કોને કહેવાય ?... વગેરે બાબતોમાં ઘણીવાર એ થાપ ખાઈ બેસે છે. એમાંય જેમાં દોષો અને ગુણો એ બંનેનું મિલન હોય, એમાં તો ખૂબ જ મુંઝવણ થાય. દા.ત. તત્પમાં અનાસક્તિ ગુણ હોય, પણ એનો અહંકાર થવો, સ્વપ્રશંસા કરવી... એ દોષ હોય... તો આ ગુણદિોષમિશ્રિત અનુષ્ઠાન છે. આમાં કેટલું દોષરૂપ અને કેટલું ગુણરૂપ... એ બધું વિભાગીકરણ જીવને ન આવડે. એ તો દોષને ગુણરૂપ માનીને પ્રશંસે અને ગુણને દિોષરૂપ માનીને નિંદે... જો એ જીવ ગહ કરે, તો ગીતાર્થગુરુ એની ગહ સાંભળીને એની ભૂલોને, ગેરસમજોને પકડી પાડે. જે બાબતોને એ જીવ ભૂલ માનતો હોય એ ભૂલ જ ન હોય એ પણ ગુરુ અવસર પ્રમાણે સમજાવે... પણ જો જીવ ગહ ન કરે. “મનમાં જ પરણે અને મનમાં જ રાંડે” એવું કરે તો એ ચોક્કસ થાપ ખાવાનો જ. માટે પણ ગહ ઉપયોગી છે. આવા તો અનેકાનેક ફાયદાઓ ગહ કરવાથી પ્રાપ્ત થાય છે. સ્પષ્ટ ભાષામાં કહીએ તો નિંદા એ નિશ્ચયનય છે. તો ગહ એ તેનું પ્રતિબિંબ ઝીલનાર વ્યવહારનય છે. વ્યવહાર વિના નિશ્ચયની હાજરી પ્રાયઃ શક્ય નથી. પ્રાયઃ વ્યવહાર વિના નિશ્ચયનો નિર્ણય થઈ શકતો જ નથી. એક દષ્ટાન્ત... જાત-જ-ક-૯------------૦૯-૦૯૧૨૬ જાત-જલ--૯ Page #128 -------------------------------------------------------------------------- ________________ निन्दामि गरिहामि अप्पाणं वोसिरामि બપોરના એક-દોઢ વાગ્યાના સમયે આચાર્યદેવ ગોચરી વાપરી પોતાના સ્થાને આવ્યા, એમણે જોયું કે ૩૬-૩૭ વર્ષના કોઈ બેન અને વીસેક વર્ષનો નવયુવાન ત્યાં રાહ જોઈને બેઠા હતા. બંનેના મુખ પર ભારે ઉદાસીનતા દેખાતી હતી. આંખો લાલચોળ હતી. જાણે કે બંને ખૂબ-ખૂબ રડ્યા હોય, એવી સ્પષ્ટ પ્રતીતિ થતી હતી. “બોલો, કેમ આવવાનું થયું ?” આચાર્યદેવે પ્રશ્ન પૂછ્યો. બે મિનિટ કોઈ કંઈ જ ન બોલ્યું. માંડ માંડ યુવાને જીભ ઉપાડી. “ગુરુવર! આ મારી બા છે.’’ મારા પિતાજી બે વર્ષ પૂર્વે જ મૃત્યુ પામ્યા છે...” આચાર્યદેવને લાગ્યું કે એમને કોઈક સહાયની જરુર લાગે છે. એટલે પ્રશ્ન પૂછ્યો કે “તમારે આર્થિક તકલીફ છે ? કેટલી સહાય...” હજી તો આચાર્યદેવ વાક્ય પૂરું કરે ત્યાં જ યુવાને કહ્યું કે “ના, ના! એવું કશું નથી. આર્થિક રીતે તો અમે ખૂબ સદ્ધર છીએ, પણ...’’ યુવાન તો કથવાતો હતો. જીભ થોથવાતી હતી. ન “તમે જે હોય તે કહી શકો છો. સંકોચ ન રાખો.” આચાર્યદેવે આશ્વાસન આપ્યું. પણ આચાર્યશ્રી જોઈ રહ્યા કે યુવાન અને એની બા... બંનેની આંખોમાંથી દડદડ આંસુ ટપકવા લાગ્યા હતા. યુવાનના તો ડુસકા સંભળાતા હતા. બે હાથમાં મોઢું છુપાવીને યુવાન ગદ્ગદવાણીએ બોલ્યો “અમે એક ગંભીર પાપ કરી બેઠા છીએ. ગુરુદેવ! યોવનવયે અમને ભાન ભૂલાવ્યું. અમે સગા મા-દીકરા વાસનાનો ભોગ બની ગયા. ઘોર પાપ કરી બેઠા. ગુરુદેવ! અમે મહાપાપી છીએ. અમને બચાવો... ઉગારો...’ બોલતા બોલતા તો યુવાનનો અવાજ તરડાઈ ગયો, રૂદન વધી પડ્યું. આચાર્યદેવ પળભર તો સ્તબ્ધ બની ગયા. પણ બીજી જ પળે સ્વસ્થ થઈ ગયા. કર્મોની વિચિત્રતાને તેઓ સારી પેઠે જાણતા હતા, એટલે જ સંસારમાં ક્યારેક આવું પણ બને... એ તેઓ સમજતા હતા. જ્ઞાની આચાર્યદેવે ઉપયોગ મૂકીને જાણી લીધું કે ‘જો આ બે જીવો અમુક પ્રાયશ્ચિત્ત કરશે, તો એનું પુષ્કળ ફળ એમને મળશે...” અને આચાર્યદેવે બંનેને કહ્યું કે “હું જે પ્રાયશ્ચિત્ત આપું, તે કરશો ?' બંને બોલ્યા “હા જી! ઘોરાતિઘોર પ્રાયશ્ચિત્ત ક૨વા તૈયાર છીએ. આમરણ ઉપવાસ કરવા તૈયાર છીએ. પણ અમને બેને આ પાપમાંથી બચાવો.” “તો સાંભળો. આવતી કાલે ગામના ઘણા માણસો ભેગા થશે. એમની સમક્ષ તમારે આ પાપ જાહેર કરવાનું, ખુલ્લા થવાનું, બોલો, મંજુર ?” આચાર્યદેવે ધ્રુજાવનારી વાત કરી દીધી. પેલા બંને જાણે વિચારમાં પડ્યા. આવા પ્રાયશ્ચિત્તની તો એમણે કલ્પના પણ કરી ન હતી. પણ એમનો પશ્ચાત્તાપ ખરેખર સાચો હતો, એટલે જ ગીતાર્થ સંવિગ્ન ગુરુના *********** ** Page #129 -------------------------------------------------------------------------- ________________ --------------- મહાવતો જન-જન જલજ-------- વચનનો એમણે સ્વીકાર કરી લીધો. બીજા દિવસે જાહેરમાં મા-દીકરાએ ઉભા થઈને ઘોષણા કરી કે “અમે બે જણે ભાન ભૂલીને અબ્રહ્મ સેવ્યું છે...” બેય જણ રડતા રહ્યા અને અજ્ઞાની લોકો એ બે જણ ઉપર ફીટકાર વરસાવતા રહ્યા. મારા ગામના બે સમજુ માણસોએ એમની ભારોભાર અનુમોદના કરી. “પાપ તો બધાથી થાય, પણ આવું અઘોર પ્રાયશ્ચિત્ત કરનારા તો વિરલા જ હોય. ધન્ય છે એ મા-દીકરાને!” આચાર્યદેવે મા-દીકરાને જણાવ્યું કે “તમને ખબર છે? તમને કેટલો મોટો લાભ થયો ? માત્ર બે જ ભવમાં તમે બંને મોક્ષ પામશો. બે ભવ પણ એટલા માટે કે બે જ જણે તમારી પ્રશંસા કરી. એટલે એટલા કર્મો ઓછા ખપ્યા. બાકી તમારો આ જ ભવમાં મોક્ષ થાત...” આનું નામ ગહ! સાર એ કે ભૂતકાલીન પાપો જયારે પણ યાદ આવે, ત્યારે એની અનુમોદના-પ્રશંસા-રુચિ ન કરવી એ પ્રતિક્રમણ! ભૂતકાલીન પાપો બદલ ઘોર પશ્ચાત્તાપ કરવો એ નિંદા! ભૂતકાલીન પાપો ગુરુ સમક્ષ નિખાલસભાવે પ્રગટ કરવા એ ગહેં ! આ બધું બોલ્યા બાદ અંતિમ નિષ્કર્ષ રૂપે સાધુ બોલે છે કે ખાઇ વોસિરામિ आत्मानं - अतीतसावद्यकर्मकारिणं वोसिरामि - विशेषेण त्यजामि. ભૂતકાળમાં પાપ કરી ચૂકેલા, પાપના સંસ્કારોવાળા એવા આત્માને હું ત્યાગી દઉં છું. અર્થાત્ મારા આત્માનો ભૂતકાલીન જે મલિન પર્યાય હતો, એને ત્યાગીને હવે તદન નવા પર્યાયને, નિર્દોષ પર્યાયને ધારણ કરું છું. આ રીતે કરેમિ ભંતે ! નો અર્થ પૂર્ણ થયો. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧. પાંચ મહાવ્રતને બદલે કરેમિ ભંતે ! શા માટે ? પ્રશ્ન : ગુરુજી! આપે તો મને એમ કહેલું કે હું તને પાંચ મહાવ્રત ઉપર સમજણ આપીશ. એને બદલે આપે તો ‘કરેમિ ભંતે !’ ઉપર જ મોટું વિવેચન કરી દીધું. શા માટે આમ કર્યું ? ઉત્તર : શિષ્ય! સાંભળ. પાંચ મહાવ્રતો રૂપી મૂલગુણો અને નિર્દોષ ગોચરી વગેરે રૂપી ઉત્તરગુણો... આ બધું જ કરેમિ ભંતે ! સૂત્રમાં આવી જ જાય છે. એ કંઈ જૂદી વસ્તુ નથી. એટલે જ કરેમિ...નું વર્ણન કર્યું છે. કેમકે એ અને પાંચ મહાવ્રત એક જ છે. પ્રશ્ન : એ કેવી રીતે ? ઉત્તર ઃ જો. : સર્વથા પ્રાણાતિપાતનું વિરમણ એ પ્રથમ મહાવ્રત! સર્વથા મૃષાવાદનું વિરમણ એ દ્વિતીય મહાવ્રત! સર્વથા અદત્તાદાનનું વિરમણ એ તૃતીય મહાવ્રત! સર્વથા મૈથુનનું વિરમણ એ ચતુર્થ મહાવ્રત! સર્વથા પરિગ્રહનું વિરમણ એ પંચમ મહાવ્રત! બરાબર ને ?. હવે આ પ્રાણાતિપાતાદિ એ સાવધ છે ને ? તો ‘કરેમિ ભંતે!’ માં આપણે સર્વાં સાવનં નોનું પન્વસ્વામિ દ્વારા તમામે તમામ સાવઘયોગોનું વિક્રમણ સ્વીકારી જ લીધું છે. એટલે કે એમાં પાંચેય મહાવ્રતોનો સમાવેશ થઈ જાય છે. માત્ર પાંચ મહાવ્રતો જ શું કામ ? દોષિત ગોચરી વગેરે બધું પણ સાવદ્ય જ છે ને ? તો પછી એ બધાનો ત્યાગ પણ કરેમિ... સૂત્રમાં આવી જ ગયો ને ? આથી જ તો તમામ તીર્થંકરો માત્ર કરેમિ... સૂત્ર જ ઉચ્ચરે છે. તેઓ પાંચ મહાવ્રતોનો ઉચ્ચાર કરતા નથી. જો બંને વસ્તુ જૂદી હોત, તો તીર્થંકરોએ પાંચ મહાવ્રતોનો ઉચ્ચાર ન કરવો પડે ?. ૨૦૪ ૧૨૯૦ Page #131 -------------------------------------------------------------------------- ________________ ------------------------ મહાવતો --- ------------------ પ્રશ્ન : તો પછી એમ કેમ કહેવાય છે કે “કાચી દીક્ષામાં માત્ર યાવજજીવનું સામાયિક જ અપાય છે, મહાવ્રતો અપાતા નથી. વડીદીક્ષામાં મહાવ્રતો આપવામાં આવે છે.” ઉત્તર : કાચી દીક્ષામાં મહાવ્રતો સ્વતંત્ર રીતે, નામોચ્ચારણ પૂર્વક નથી અપાતા, જ્યારે વડીદીક્ષામાં એ મહાવ્રતો દરેકે દરેક સ્વતંત્ર રીતે નામોચ્ચારણપૂર્વક અપાય છે. આ ભેદ છે. બાકી કોઈ ભેદ નથી. જેમ અત્યારે સંસારમાં સીધા લગ્ન નથી થતા. પહેલા સગપણ થાય છે. એ પછી બંને વચ્ચે પરસ્પર મનમેળ વગેરે રહે તો અમુક સમય બાદ લગ્ન થાય છે. સગપણ બાદ જો બંને એકબીજા સાથે ન ફાવે, તો સગપણ ફોક કરી શકાય છે. એ એટલું બધું ખરાબ નથી ગણાતું, જેટલું ખરાબ લગ્ન બાદ તલાક લેવાનું ગણાય છે. એમ કાચી દીક્ષા એ મુમુક્ષુને સંયમજીવનની વ્યવસ્થિત તાલીમ આપવા માટે જ છે. આજે જેમ આપણે મુમુક્ષુને સંસારીપણામાંજ વર્ષ-બેવર્ષ તાલીમ આપીએ છીએ, એ રીતે પૂર્વના કાળમાં કાચી દીક્ષા આપી દઈને દીક્ષામાં એને તાલીમ અપાતી. એમાં જો એ સફળ થાય તો મુખ્યત્વે વડીદીક્ષા આપવામાં આવે, નહિ તો એ પાછો ઘરે પણ જાય. પણ કાચી દીક્ષા બાદ ઘરે જવું ઓછું ખરાબ! એને બદલે વડી દીક્ષા બાદ ઘરે જવું એ વધું ખરાબ દેખાય. જાડી ભાષામાં કહીએ તો કાચી દીક્ષા એટલે સગપણ! વડી દીક્ષા એટલે લગ્ન! અને સંસારીપણામાં રાખીને તાલીમ આપવી અઘરી છે. એના બદલે કાચી દીક્ષા આપીને તાલીમ આપવી એ સહેલી છે. હા! સગપણ પણ ગમે તેમ ન જ થાય. બંને પક્ષ એકબીજાના કુળ-ખાનદાનસંપત્તિ-રૂપ-સ્વભાવ વગેરે તપાસીને જ સગપણ કરે, એ પછી પણ ન ફાવે તો સગપણ રદ કરે. એમ કાચી દીક્ષા પણ એમને એમ ન અપાય. વ્યક્તિની અનેક પ્રકારની પાત્રતાઓ ચકાસ્યા બાદ જ કાચી દીક્ષા આપીને તાલીમ આપવામાં આવે. એ પછી પણ જો એ તાલીમમાં સફળ ન થાય તો કાચી દીક્ષા રદ કરીને ઘરે મોકલવામાં આવે. આ હકીકત છે, માટે જ વચ્ચેના ૨૨ તીર્થકરોના શાસનમાં કાચી દીક્ષા-વડી દીક્ષાની વ્યવસ્થા નથી. તેઓ કાળના પ્રભાવે ઋજુ-પ્રાજ્ઞ હોવાથી એમને આટલી બધી પ્રક્રિયાની જરુર નથી. એમને કરેમિ ભંતે રૂપ કાચી દીક્ષા અને પાંચ મહાવ્રતરૂપ વડીદીક્ષા બધું એક સાથે જ આપવામાં આવે છે. સાર એટલો જ કે “કાચી દીક્ષામાં મેં મહાવ્રત તો લીધા જ નથી..” એવી ભ્રમણા &&&&&&&&&&&& ૧૩૦ જજ જે જે જે જ Page #132 -------------------------------------------------------------------------- ________________ જ પાંચ મહાવતને બદલે કરેમિ ભંતે ! શા માટે ? જ મનમાંથી કાઢી નાંખવી. પ્રશ્ન : જો કાચી દીક્ષામાં પાંચ મહાવ્રતો પણ આવી જાય, તો કાચી દીક્ષા બાદ ઘરે જનારને પાંચ મહાવ્રતના ભંગનો દોષ ન લાગે ? ઉત્તર : કાચી દીક્ષામાં માવજીવની દીક્ષા અપાય છે, એ તો તમે પણ માનો જ છો ને ? તો કાચી દીક્ષા બાદ ઘરે જનારને આ યાવનજીવની સર્વવિરતિની પ્રતિજ્ઞાનો ભંગ કર્યાનો દોષ લાગે કે નહિ ? તો એ ચાલી શકે ? પ્રશ્ન : એ દોષ લાગે જ. પણ દીક્ષાજીવન જીવી શકાય એમ ન હોય તો ઘરે જતા રહેવામાં મોટો દોષ નથી. કેમકે જીવ કપટ નથી કરતો, નિષ્ઠુર નથી બનતો. પોતાનું સામર્થ્ય ન દેખાવાથી દીક્ષા છોડે છે. ઉત્તર : તો આ જ વાત મહાવ્રતમાં પણ સમજી લો ને? કાચી દીક્ષામાં મહાવ્રતોની પ્રતિજ્ઞા છે જ. પણ જયારે જીવને એમ લાગે કે “મારાથી આ બધું નહિ પળાય. મારે કપટ કરીને વેષ પકડી રાખવો નથી...” ત્યારે એ દીક્ષા છોડી દે છે. આમાં પાંચ મહાવ્રતોનો ભંગ હોવા છતાં પણ એ મોટો દોષ બનતો નથી. પ્રશ્ન ઃ જો કાચી દીક્ષામાં પાંચ મહાવ્રત આવી જ જાય છે, તો વડીદીક્ષા વખતે એનો ફરીથી જુદો ઉચ્ચાર કરવાની જરૂર શી છે ? ઉત્તર : જેઓ અલ્પપ્રજ્ઞાવાળા હોય, તેઓ સંક્ષેપમાં કહેવાયેલી વસ્તુને પોતાની મેળે સમજી ન શકે. એમને સમજાવવા માટે દરેકે દરેક પદાર્થ એને સ્પષ્ટપણે કહેવો પડે. એમ થાય તો જ એમને બધા પદાર્થો સમજાય. પહેલા - છેલ્લા તીર્થકરના સાધુઓ ક્રમશઃ ઋજુ-જડ, વક્ર-જડ છે. બંનેમાં જડતા છે, એટલે જેટલું સ્પષ્ટ કહેવામાં આવે, એટલું સમજે. જે પદાર્થો સ્વયં વિચારીને સમજવાના હોય, તે બધામાં એમનો ઉપયોગ ઓછો જાય. બધા સાવદ્યયોગોનો ત્યાગ કરું છું.' આ સામાન્યથી પ્રતિજ્ઞા છે. પણ શું શું સાવદ્ય કહેવાય, તે તેઓ સમજી શકતા નથી. એટલે આવી બાધા લીધા બાદ પણ ગરબડ કરી બેસે. એટલે એમને દરેકે દરેક સાવઘયોગ જુદો જુદો સમજાવવો પડે કે “જો ભાઈ! હિંસા એ પણ સાવદ્ય છે મૃષા પણ સાવદ્ય છે...” એ રીતે જ તેઓ બધુ બરાબર સમજીને એનો ત્યાગ કરી શકે. આજે આપણી જાતને જ ચકાસીએ. દીક્ષાના દિવસે સાધુઓ ૧૦૦-૨૦૦ અભિગ્રહો લેતા હોય છે. એમાં નવી નવી આરાધના કરવા રૂપ અભિગ્રહ લેવાય એ તો બરાબર. દા.ત. રોજ ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ન કરીશ... વગેરે. કેમકે સાવદ્યયોગના ત્યાગ રૂપ આ પ્રતિજ્ઞા નથી. નરલ નોલ---- --- ---- ૧૩૧) ૪૯-૪- ૯૦૯-૦૯-૪--૦૯-૦૯૨-૪-૯-૦૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ * મહાવ્રતો પરંતુ “હું આધાકર્મી નહિ વાપરું. હું છાપા નહિ વાંચુ. હું કોઈની નિંદા નહિ કરું...’ આવી આવી પ્રતિજ્ઞાઓ પણ લેવાય છે. હવે એ સાધુને પૂછો કે “તે તો બધા સાવઘોનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઈ જ લીધી છે. તો પછી આધાકર્મી વગેરે પણ સાવદ્ય જ છે. એની પ્રતિજ્ઞા તો તારે આવી જ ગઈ છે. એ પ્રતિજ્ઞા સ્વતંત્ર લેવાની જરુર જ શી છે ?'' તો એ શું જવાબ આપશે ? હકીકત તો છે જ કે કાચીદીક્ષા-વડીદીક્ષા બાદ સાધુએ કોઈપણ સ્પેશ્યલ સાવઘ યોગને યાદ કરીને એની સ્વતંત્ર પ્રતિજ્ઞા લેવાની જરુર નથી જ. છતાં અપ્રાજ્ઞજીવો આ રીતે સ્પેશ્યલ પ્રતિજ્ઞાઓ લે, તો એ પાળવામાં ઉલ્લાસવાળા બને છે. છાપાની પ્રતિજ્ઞા વિનાનો સાધુ છાપાઓ વાંચી પણ લે, એને એમ વિચાર ન આવે કે ‘આ પણ સાવદ્ય જ છે અને એની પ્રતિજ્ઞા તો મેં લઈ લીધી છે. મારે ન વંચાય' જ્યારે છાપાની સ્પેશ્યલ પ્રતિજ્ઞા લેનાર સાધુ છાપા વાંચવાની પ્રવૃત્તિ નહિ કરે. “મારે બાધા છે” આમ કહેશે જ. ‘બપોરે નિષ્કારણ ઉંઘવું.' એ સાવદ્યયોગ હોવા છતાં એની સ્પેશ્યલ પ્રતિજ્ઞાવાળો સાધુ ઉંઘશે નહિ. ‘મારે બપોરે ઉંઘવાની બાધા છે' એમ વિચારશે. જ્યારે સ્પેશ્યલ પ્રતિજ્ઞા ન હોય તો સાધુ બપોરે ઉંઘે પણ ખરો. “એ સાવદ્ય છે.” એની ખબર હોવા છતાં એને આમાં પ્રતિજ્ઞાભંગ ન લાગે. આવું અનેકાનેક બાબતોમાં સમજી લેવું. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો સાધુએ આધાકર્મીની, રાત્રિવિહારની, વિજાતીય પરિચયની, નિંદા-મશ્કરીની, પૂછ્યા વિના કોઈની વસ્તુ લેવાની, પોટલાઓ ભેગા કરવાની... બાધા લેવાની જ ન હોય. એ બધાની એને બાધા છે જ. છતાં એવી વિશિષ્ટ સમજણ ન હોવાને લીધે સાધુઓ એવી એવી વિશેષ બાધા લે, તો પણ એમાં કશું જ ખોટું નથી. એમની દશા પ્રમાણે એ ઉચિત ગણાય. બાકી પરમાર્થ એ કે સાધુની પ્રતિજ્ઞા નવા નવા શુભયોગો આદરવાની હોય. ‘ત્રણ ઘરમાંથી જે મળે એ જ વાપરીશ, અટ્ઠમાદિ કરીશ, વૃદ્ધોની વૈયાવચ્ચનો બધો લાભ લઈશ. વિહારમાં ગ્લાનાદિની ઉપધિ હું ઉંચકીશ, રોજ પાંચ ગાથા ગોખીશ, રોજ રાત્રે ૫૦૦ ગાથાનો સ્વાધ્યાય કરીશ...' વગેરે. આમ, જેમ ઉંઘ, આધાકર્માદિની બાધા આવી ગઈ હોવા છતાં પણ સાધુ ઉંઘ વગેરેની સ્પેશ્યલ પ્રતિજ્ઞા લે છે, અને એ તેવા તેવા જીવદળની અપેક્ષાએ યોગ્ય જ છે. એમ કરેમિ ભંતે માં બધી જ પ્રતિજ્ઞા આવી ગઈ હોવા છતાં વડીદીક્ષા વખતે મહાવ્રતોની પ્રતિજ્ઞા સ્પેશ્યલ લેવામાં આવે, પ્રથમ-ચરમ તીર્થંકરોના સાધુઓમાટે યોગ્ય જ છે. ૧૩૨૦૧ Page #134 -------------------------------------------------------------------------- ________________ જ નજરના પાંચ મહાવ્રતને બદલે કરેમિ ભંતે ! શા માટે ? --------- પણ જેમ પ્રાજ્ઞ સાધુઓએ ઉંઘની-આધાકર્મીની અલગ પ્રતિજ્ઞા લેવાની જરુર નહિ. એમને તો ખબર જ છે, વિવેક છે જ કે “મારે આ બધા જ સાવદ્યની પ્રતિજ્ઞા થઈ ચૂકી છે એટલે આ બધું મારે કરવાનું નથી જ...” એમ ૨૨ તીર્થંકરના સાધુઓને પાંચ મહાવ્રતોની અલગ પ્રતિજ્ઞા લેવાની જરુર નહિ. ૨૪ તીર્થકરોને અલગ પ્રતિજ્ઞા લેવાની જરૂર નહિ. કરેમિ ભંતે'માં જ બધી પ્રતિજ્ઞા આવી જ જાય. (હા ! કરેમિ ભંતે ની સાથે જ એમને ચાર મહાવ્રતો ઉચ્ચરાવી દેવાય એમ લાગે છે.) એટલે કરેમિ ભંતે સૂત્રના વર્ણનમાં પાંચ મહાવ્રતનું વર્ણન પણ આવી જ ગયું છે. છતાં અમે હવે એ પાંચેય મહાવ્રતોનું વિસ્તારથી નિરૂપણ કરશું ખરા, પણ એ તો તે તે સાવદ્યયોગોને બરાબર ઓળખાવવા માટે કરીશું. પરમાર્થથી તો એ બધાની પ્રતિજ્ઞા લેવાઈ ચૂકી છે અને એ બધાનું વર્ણન પણ થઈ જ ચૂક્યું છે. --- -- ---- -- - ૧૩૩ ---------------- -- - Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨. પ્રથમ માવત સર્વથા પ્રાણાતિપાત વિરમણ મહાવત સૌ પ્રથમ એનું સૂત્ર જોઈ લઈએ. पढमे भंते ! महव्वए सव्वाओ पाणाइवायाओ वेरमणं, सव्वं भंते ! पाणाइवायं पच्चक्खामि से सहमं वा बायरं वा, तसं वा थावरं वा नेव सयं पाणे अइवाएज्जा, नेवन्नेहिं पाणे अइवायावेज्जा, पाणे अइवायंते वि अन्ने न समणुजाणिज्जा जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि. करंतंपि अन्नं न समजाणामि तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । पढमे भंते महव्वए उवटिओमि, सव्वाओ पाणाइवायाओ वेरमणं । એનો સામાન્ય અર્થ : ભંતે ! પહેલા મહાવ્રતમાં સર્વ હિંસાથી વિરમણ છે. હે ભગવન ! હું સર્વ હિંસાને ત્યાગું છું. (કોઈપણ) જીવને હું સ્વયં મારીશ નહિ, જીવને બીજા પાસે મરાવીશ નહિ, જીવને મારનારા બીજાઓને અનુમતિ આપીશ નહિ. મનથી, વચનથી, કાયાથી આખી જીંદગી માટે આ પાપ કરીશ, કરાવીશ, અનુમોદીશ નહિ. ભૂતકાલીન પાપોનું પ્રતિક્રમણ, નિંદા ગહ કરું છું. (સાવદ્યકારક) આત્માને વોસિરાવું છું. - હું પ્રથમ મહાવ્રતમાં ઉપસ્થિત થયેલો બધી હિંસાથી વિરમણ સ્વીકારું છું. હવે એનો વિસ્તારથી અર્થ જોઈએ. સાધુએ ષકાયની હિંસાથી અટકવાનું છે. એ માટે પકાયનો બોધ જરુરી છે. અને Page #136 -------------------------------------------------------------------------- ________________ - - - - - -નું પ્રથમ મહાવત ૨૦૦૯ - - - - ૨૯૯૯ આપણા જીવનમાં કઈ કઈ રીતે ષટ્કાયની હિંસા સંભવિત છે, એ વિચારવું જરુરી છે. જેથી આત્માર્થી સાધુ એ હિંસામાંથી પોતાની જાતને બચાવી શકે. એટલે સૌ પ્રથમ તો વર્તમાનકાળમાં કઈ કઈ રીતે ષકાયની હિંસા સંભવિત છે... એ આપણે જોશું. પૃથ્વીકાય: (ક) વિહારમાં કાચા રસ્તે જઈએ, ત્યાં ખેડાયેલા ખેતરો વગેરેમાંથી જવાનું થાય ત્યારે તે માટી સચિત્ત હોવાથી પૃથ્વીની વિરાધના થાય. | (ખ) ગામમાં પ્રવેશ કરતી વખતે કે ડામરના રોડ ઉપરથી કાચા રસ્તે ઉતરતી વખતે જો પગ પૂંજવામાં ન આવે તો પગમાંની માટી અને રસ્તા વગેરેની માટી એ બે જૂદી માટી ભેગી થાય, એમાં જે સચિત્ત હોય એની હિંસા થાય. (ગ) જો આધાકર્મી રોટલી-શાક-દાળ-ભાતાદિ વાપરીએ, તો એમાં સાધુ નિમિત્તે જ કાચું મીઠું નાંખવામાં આવેલું હોવાથી તેની વિરાધનાનું પાપ સાધુને લાગે. - (ઘ) મમરા, સેવ, તીખી બુંદી, ચેવડો વગેરેમાં ચૂલા ઉપર જ મીઠું નાંખવાને બદલે નીચે ઉતારીને બલવણ નાંખ્યું હોય તો એ મીઠું સચિત્ત પણ હોઈ શકે. આવી વસ્તુ વહોરવા વાપરવામાં હિંસાનો દોષ લાગે. કાચું મીઠું ખાવાનો દોષ લાગે. - (ચ) કાચા રસ્તે પાછળ આવનારા સાધુઓને માર્ગ દેખાડવા માટે ઘણીવાર ચૂનાથી તીર વગેરેની નિશાની કરવામાં આવે છે, પણ એ ચૂનાની નિશાની જો માટી ઉપર કરવામાં આવે અને એ સચિત્ત હોય તો ચૂનાના કારણે એની વિરાધના થાય. (છ) હર્પિસ વગેરે રોગોમાં ઠંડક મેળવવા માટે કાળી માટી, લાલ માટીના લપેડા કરવામાં આવે છે. જો એ માટી સચિત્ત હોય, તો એની વિરાધનાનો દોષ લાગે. | (જ) પોતાની માલિકીના ઉપાશ્રયો નવા નકોર બનાવડાવાય, તો એમાં પુષ્કળ ખોદકામ થવાથી પૃથ્વીની હિંસા થાય. (ઝ) ગૃહસ્થોને ઉપાશ્રયાદિનો ઉપદેશ આપવામાં પણ જો શાસ્ત્રીય ભાષા વાપરવામાં ન આવે, સાવદ્ય ભાષા વપરાય, (આનું વર્ણન અષ્ટ પ્રવચન માતામાંથી જાણી લેવું.) તો તેઓ જે કંઈપણ પૃથ્વી ખોદવા વગેરે રૂપ હિંસા કરે તેનો દોષ સાધુને લાગે. (ટ) દેરાસરાદિ બનાવવામાં પણ “પાયો ઉંડો ખોદો, કામ જલ્દી કરો, ૨૫ માણસો રાખો...” વગેરે ઉપદેશ આપવો.. એમાં પૃથ્વીકાયની વિરાધનાનો દોષ સ્પષ્ટપણે લાગે. (6) માત્રા માટેની કુંડી બનાવવા માટે જમીન ખોદાવવામાં આવે, એ જો ચાર આંગળીથી વધુ ખોદાવવામાં આવે તો ત્યાંથી પૃથ્વીની હિંસા શરૂ થઈ જાય. (ડ) પોટલા, ઉપાધિ વગેરેની અવરજવર ગાડી-લારી વગેરે દ્વારા કરવામાં આવે, - - - - - - - - - - - - ૧૩૫ જજજ દkkkkkkkkkk Page #137 -------------------------------------------------------------------------- ________________ જ જે જે મહાવ્રતો કાલ - - - ૯૯૯૯ - - - - તો એ ગાડી-લારી તો સચિત્ત પૃથ્વી વગેરે પર પણ ચાલવાની શક્યતા છે. એ બધાનો દોષ સાધુને લાગે. (ઢ) અમુક સ્થાને પોટલાઓ, કબાટો વગેરે રાખવામાં આવે, પુસ્તકનો પરિગ્રહ કરાય અને એના આધારે જો ઉધઈ થાય, તો એ ઉધઈની માટી સચિત્ત પણ હોઈ શકે. જો એમ હોય તો એનો દોષ લાગે. (ત) ભક્તોને જમાડવા માટે ગૃહસ્થોને આદેશ કરીએ, સૂચન કરીએ... એટલે ગૃહસ્થો એ ભક્તાદિ માટે રસોઈ બનાવશે. એ બધામાં મીઠાનો ઉપયોગ થાય તો એનો દિોષ સાધુને લાગે. આવી બીજી પણ ઢગલાબંધ બાબતો વિચારી લેવી. એમાં કેટલુંક કરણ રૂ૫, કેટલુંક કરાવણરૂપ, કેટલુંક અનુમોદનરૂપ છે. એ બધું સ્વય વિચારી લેવું. મન,વચન, કાયાથી આ તમામ પ્રકારની વિરાધનાનો ત્યાગ કરવાનો છે. અપૂકાય : (ક) આંબિલખાતાના પાણી કે ઘરોમાં સાધુ માટે જ ઉકળતા પાણી જો વાપરવામાં આવે તો એમાં પુષ્કળ અપકાયની વિરાધના છે જ. એ બધાની અનુમોદનાનો દોષ સાધુને લાગે. (ખ) ગરમ પાણી બારી વગેરેની નજીકમાં પરાતમાં ઠારેલું હોય, અચાનક વરસાદ શરુ થાય. એના ટીપા ગરમ પાણીમાં પડે અને એની વિરાધના થાય. (ગ) વરસાદના ઝીણામાં ઝીણા પણ છાંટા પડતા હોય અને સાધુ ગોચરી-પાણીવડીનીતિ વગેરે માટે બહાર નીકળે... એ ટીપાઓ સાધુ પર પડે અને એની વિરાધના થાય. (ઘ) વરસાદ ન પડતો હોય, પણ જમીન ભીની હોય અને સાધુ વિહારાદિ કરે. (ચ) રસ્તામાં ગટર વગેરેનું પાણી ઉભરાઈને બહાર આવ્યું હોય કે ગૃહસ્થોએ ઠંડક માટે રસ્તા ઉપર પાણી છાંટ્યું હોય અને સાધુ નજીકના જ સમયમાં એ ભીના રસ્તા ઉપર ચાલે. | (છ) શિયાળા, ઉનાળા અને ચોમાસામાં પાણીનો કાળ થાય એ પહેલાં એમાં ચૂનો નાંખવામાં ન આવે અને એટલે એ પાણી કાચું થઈ જાય. પાણીને ઉકાળ એ બાબતમાં ખાસ કાળજી એ રાખવાની હોય છે કે જ્યારે પણ પાણી વહોરીએ, ત્યારે તેને ઉકાળવાનો સમય ખાસ પૂછી લેવો. પ્રશ્ન પૂછયા વિના પાણી વહોરવાના સંસ્કાર તદન ખોટા ! ઘણીવાર આપણને એમ થાય કે “એક જ જગ્યાએથી રોજેરોજ પાણી લાવવાનું હોય તો એ તો રોજ એક જ સમયે ઉકાળતા હશે. એટલે રોજેરોજ સમય પુછવાની જરુર નહિ.' પણ આ બરાબર નથી. માણસ વહેલો-મોડો ઉઠે, કે પાણી ઉકાળનાર માણસ જ બદલાઈ જાય તો એ વહેલું-મોડું પાણી ઉકાળી બેસે... એટલે એક જગ્યાએ પણ પાણી જે જે જે જે જજ ન ૧૩૬ જબ જબ જ --------- Page #138 -------------------------------------------------------------------------- ________________ ---------------- પ્રથમ મહાવત -------------------- ઉકાળવાનો સમય બદલાતો રહે. એટલે જ ચોમાસાના ચાર મહિના પણ એક જગ્યાએથી પાણી વહોરવાનું હોવા છતાં પણ રોજે રોજ સમયની પૃચ્છા કરવી. આમાંય “પાણીનો ગેસ કેટલા વાગે બંધ કર્યો ?” એ પ્રશ્ન પુછવો. કેમકે પાણીના કાળની શરુઆત ત્યારથી થાય. અથવા તો “ત્રણ ઉકાળા કેટલા વાગે આવ્યા ?” એ પ્રશ્ન ખાસ પુછવો. બાકી “પાણી કેટલા વાગે ઉકાળ્યું” એવા એવા પ્રશ્નોના ઉત્તર તો માણસો જાત-જાતના આપી દે. કોઈક તો પાણી જેટલા વાગે ઉકાળવા મુકેલું હોય, એટલા વાગ્યાનો સમય પણ કહી દે... હવે એ સમય તો ત્રણ ઉકાળા કરતા અડધો કલાક પહેલાનો સમય હોય. એટલે એ સમય પ્રમાણે જો ચાલીએ તો અડધો કલાક વહેલું પાણી કાઢવું પડે... જેમાં બીજી ઘણી મુશ્કેલીઓ થાય. આ ઉકાળેલા પાણી બાબતમાં તો ઘણીઘણી-ઘણી વાતો કહેવા જેવી છે. પણ એ આખો સ્વતંત્ર વિષય બની જતો હોવાથી ટુંકાણમાં એટલું જ ધ્યાનમાં રાખવું કે (૧) ત્રણ ઉકાળાની તપાસ બરાબર કરવી. (૨) ત્રણ ઉકાળાનો સમય બરાબર જાણી લેવો. એને આધારે.૩/૪/૫ પ્રહરના કાળ પૂર્વે જ ચૂનો નાંખી દેવો. ખાસ કરીને શિયાળા-ચોમાસામાં વધુ ધ્યાન રાખવું પડે. શિયાળામાં જો સૂર્યોદય સમયે ત્રણ ઉકાળા આવેલા હોય, તો બરાબર સૂર્યાસ્ત સમયે કાળ થઈ જાય. એ પહેલા એ ચૂનાવાળુ કરી દેવું પડે. નહિ તો બધું પાણી સચિત થઈ જાય. એમ ચોમાસામાં પહેલીનું પાણી ત્રણ પ્રહરમાં સચિત્ત થઈ જાય, એટલે એ પૂર્વે ચૂનો નાંખી દેવો પડે. ઘડો વગેરે લુંછી નાંખવા પડે. આ બધી બાબતોમાં ઢીલાશ રાખવામાં આવે, તો અપ્લાયની વિરાધના થવાની જ. (જ) સમયસર ચૂનો કરી દેવામાં આવે તો પણ માટીના ઘડા તો ભીનાશવાળા રહેવાના જ અને એ માટી પોતાનામાં એકમેક થયેલા પાણીને સચિત્ત બનતા અટકાવી ન શકે. હા! તદન નવો ઘડો હોય તો એ માટીમાં ભળેલું પાણી એક-બે-ત્રણ દિવસ સચિત્ત ન થાય. પણ પછી તો એ માટીની પણ શક્તિ ઘટે. અને એટલે જ એ ભીના ઘડામાં પાણી સચિત્ત થાય જ. - જેમ પાણીમાં ચૂનો નાંખીએ એટલે એ ત્રણ દિવસ માટે અચિત્ત બનતું અટકે. પણ ત્રણ દિવસ બાદ એ જ ચૂનો - વપરાઈ ગયેલો ચૂનો ફરી પાણીમાં નાંખવામાં આવે તો એ ન જ ચાલે ને ? નવો ચૂનો. જ નાંખવો પડે ને ? કેમ કે ચૂનાની શક્તિ એકવાર વપરાઈ ગઈ છે, ફરી એ જ ચૂનો નવા પાણીને ત્રણ દિવસ અચિત્ત રાખી ન શકે. એમ માટીનું પણ એવું જ છે. એટલે ત્રણ-ચાર દિન વપરાઈ ગયેલો ઘડો પછી જજક - જે ૧૩૭ ૨૯-૯-જ લ ક - Page #139 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯-૯- ૦૯-૦૯ મહાવ્રતો ૯-૯-જ જ જે ૯-૦૯પાણીને અચિત્ત રાખી ન શકે. એટલે જ પાણીનો કાળ જેવો થઈ જાય કે તરત જ ભીના ઘડામાં પાણી સચિત્ત થઈ જવાની પાકી સંભાવના છે. એ ઘડા જ્યાં સુધી ન સુકાય ત્યાં સુધી એને અડી પણ ન શકાય, તો એમાં જ બીજા દિવસે નવું પાણી લાવવાની તો વાત જ ક્યાં રહી ? આમ જો પાણીના કાળ પછી પણ ઘડા ભીના રહે, એ ઘડાને અડીએ, એ ઘડામાં નવું પાણી લાવીએ, એ ઘડાને ઉંચકીને વિહાર કરીએ...તો એ દરેકે દરેક બાબતમાં અપકાયની વિરાધનાનો દોષ લાગે જ... એ સ્પષ્ટ વાત છે. (ઝ) ઉપાશ્રયમાં આપણા નિમિત્તે કાચા કે પાકા પાણીના પોતા કરવામાં આવે. કાચાપાણીના પોતા ઉપર જાણતા-અજાણતા આપણો પગ પડે. () ઘરમાં પોતું કરેલું હોય, ભીનું હોય, એમાં ચાલીને અંદર ગોચરી વહોરવા જઈએ કે ગૃહસ્થો જ એ ભીનામાં ચાલીને ગોચરી બહાર લાવે. એમ ગોચરી વહોરવા જઈએ અને ગૃહસ્થો વચ્ચે પડેલી કાચાપાણીની ડોલ હટાવે, ભીના હાથ લુંછે, બગડેલા હાથ ધૂએ... આ બધી જગ્યાએ વહોરવામાં આવે તો અપકાયની વિરાધનાનું પાપ સાધુને લાગે. (ઠ) ડોલીવાળા કે વ્હીલચેરવાળા ભાઈ-બેનો ન્હાવું-ધોવું-પીવું વગેરેમાં જે વિરાધના કરે, એ બધામાં સંયમીને દોષ લાગે. કેમકે એના નિમિત્તે આ વિરાધના થઈ છે. એમ સાઈકલવાળા કે લારીવાળા માણસ માટે પણ સમજી લેવું. એમાં ઉપધિ મૂકનારા સંયમીઓને દોષ લાગે એ સ્પષ્ટ છે. (ડ) માત્રુ વરસાદવાળી ભીની જમીનમાં, ભીની કુંડીમાં પરઠવામાં આવે. એ પરઠવવા જતી. વખતે વચ્ચે નીચે ઢોળાયેલા કાચા પાણી પર પગ પડે. (ઢ) શર્દી વગેરે દૂર કરવા માટે ગરમપાણીનો નાસ - બાફ નવું પાણી ઉકળાવીને લેવામાં આવે. (૫) ચૂનાનું પાણી ૭૨ કલાક કરતા વધારે સમય રહે, એ પહેલા એનો ઉપયોગ ન થાય તો એ પાણી સચિત્ત બની જાય. (ફ) વાડાનો ઉપયોગ કરીએ અને એ બધું સંડાસમાં માણસો નાંખે... એમાં અપૂકાયના જીવોની વિરાધના થવાની જ . (બ) ચોમાસાદિમાં શ્રાવકો પાસે કંઈપણ વસ્તુઓ મંગાવીએ અને તેઓ ભીના રસ્તાદિ ઉપરથી ચાલતા આવે, સ્કુટરાદિ પર આવે અને એ વસ્તુ આપણને આપી જાય. (ભ) આધાકર્મી, મિશ્રાદિ દોષવાળી દાળ, શાક, ભાત, ચા વગેરે વાપરવામાં આવે. કેમકે એમાં કાચા પાણીની વિરાધના થાય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ છે જેમાં પ્રથમ માવત જ છે આવી ઢગલાબંધ બાબતો છે. આમાં કેટલીક કરણરૂપ, કેટલીક કરાવણરૂપ, કેટલીક અનુમોદન રૂપ છે. આ બધુ જ મન-વચન-કાયાથી ત્યજવાનું છે. તેઉકાય : (ક) આધાકર્મી - મિશ્રાદિ દોષવાળા ગોચરી-પાણી વાપરીએ તો એમાં અગ્નિકાયની વિરાધના થઈ હોવાથી એ દોષ લાગે. (ખ) દેરાસરમાં સૂર્યોદય પહેલા કે સૂર્યાસ્ત બાદ જઈએ અને ત્યાં દીવા ચાલુ હોય. દિવસે પણ દેરાસરના ભોંયરાદિ સ્થાનોમાં સૂર્યનો પ્રકાશ સ્પષ્ટ પહોંચતો ન હોવાથી દીવાનો પ્રકાશ જૂદો દેખાતો હોય અને ત્યાં દર્શનાદિ માટે જઈએ... આ બધામાં તેજસ્કાયની વિરાધના થાય. (ગ) બારી વગેરેમાંથી અમુક સ્થાને ઉજઈ આવતી હોય, તે સ્થાનેથી કામળી પહેર્યા વિના પસાર થઈએ, કે તે સ્થાને કામળી પહેરીને પણ ઊભા રહીએ તો પણ વિરાધના ગણાય. ના છૂટકે ત્યાંથી પસાર થવું પડે, તો કામળીનો વપરાશ કરી ત્યાંથી જવું હજી ઉચિત, પણ ત્યાં ઊભા ઊભા વાતો કરવી.... એ તો કામળી પહેરીને પણ અનુચિત ! કેમ કે ઉજઈમાં બોલવાનો સ્પષ્ટ નિષેધ શાસ્ત્રોમાં ફરમાવાયો છે. વળી મોહાથ-પગ વગેરે ભાગો કામળીથી ઢંકાયા ન હોવાથી ત્યાં સીધી જ ઉજઈ પડે છે. એટલે એમાં તેજસ્કાયની વિરાધના છે જ. (ઘ) ઉપાશ્રયમાં આપણા નિમિત્તે ઝીરોનો પણ બલ્બ રાત્રે ચાલું રહે તો એમાં ઉજઈની વિરાધના ન હોવા છતાં પણ ઈલેક્ટ્રીકસીટીની વિરાધના તો છે જ, જો મોટા બલ્બ, લાઈટાદિ ચાલુ રહે તો તો ઉજઈની પણ વિરાધનાનો દોષ લાગે. | (ચ) કોઈની પાસે મોબાઈલ કરાવીએ, C.D. કપ્યુટરાદિના કાર્યો કરાવીએ... એ બધામાં તેજસૂકાયની વિરાધના ચાલુ હોય છે. (છ) અંધારામાં વિહાર કરતી વખતે માણસ પાસે બેટરી વગેરે દ્વારા પ્રકાશ કરાવવામાં આવે અથવા તો વ્હીલચેર વગેરેમાં જ બેટરી ગોઠવી દેવામાં આવે. (જ) વિહારમાં આપણી સાથે રહેલા માણસો લાઈટ-પંખાદિનો વપરાશ કરે. (ઝ) આપણા હાથથી લાઈટ-પંખાની સ્વીચ ચાલુ થઈ જાય. એને બંધ કરાવવી પડે. (ટ) સંગીતકારને આપણે નક્કી કરીએ, માઈક કેવું લાવવું, કેવો સાઉન્ડ રાખવો, કયા ગીતો લેવા.. વગેરે વગેરે સૂચના આપણે આપીએ. સાવદ્યભાષા વાપરીને આપીએ. (6) એક્સ રે, બ્લડટેસ્ટ, યૂરીનટેસ્ટ... વગેરે જાત જાતના ટેસ્ટો કરાવવામાં એ ----૦૯૦૯૯૯ - - - ૯૯૦૯૯-ક ૧૩૯ ૯ ૨૯ જજ લ - - - - - - - - Page #141 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો તેજસ્કાયથી ચાલતા યંત્રોનો સાક્ષાત કે પરંપરાએ ઉપયોગ કરીએ. (ડ) ઉજઈ આવતી હોય ત્યારે આપણે જાતે ખસી જવાને બદલે ઉજઈ બંધ કરાવીએ કે છેવટે વચ્ચે પડદો કરાવીએ, બારી બંધ કરાવીએ. એ પડદા-બારી વગેરે દ્વારા પણ ઉજઈની વિરાધના તો થવાની જ. (ઢ) આપણા દ્વારા શૉટસર્કીટ થવા વગેરે કારણસર આગ લાગી જાય. (૫) સંયમી સ્વયં માઈકમાં બોલે કે ગૃહસ્થોને એ માટેની પ્રેરણા સાવદ્યભાષામાં કરે. “માઈક ચાલુ કરો, માઈકમાં બોલો. તમારો અવાજ સંભળાતો નથી...” વગેરે. (ફ) સાધુ સ્વયં ગરમી દૂર કરવા એ૨કન્ડીશન વાપરે, પંખો વાપરે, વ્યાખ્યાનાદિમાં પોતાના પર પંખો ચાલુ રહે કે પોતાના પર પંખાની હવા આવ્યા કરે એવી ગોઠવણ કરાવે. (બ) અંધારામાં વસ્તુ ન મળતી હોવાથી લાઈટ-બલ્બ શરુ કરાવી એના પ્રકાશમાં વસ્તુ શોધે. (ભ) લાઈટ-ગ્લોબના પ્રકાશમાં પુસ્તક-પ્રત-પત્રાદિ વાંચે, નવું નવું લખાણ કરે. આ બધામાં પણ કોઈક પાપો કરણ રૂપ, કોઈક કરાવણ રૂપ અને કોઈક અનુમોદન રૂપ છે. એ બધા જ પાપોને મન-વચન-કાયાથી ત્યજવા. વાયુકાયઃ (ક) મુહપત્તી વિના બોલવામાં આવે. (ખ) સુકવેલા વસ્ત્રો સુકાઈ ગયા બાદ પણ નીચે ઉતારવામાં ન આવે, અને એ ઉડ્યા કરે. (ગ) ઘણો પવન આવતો હોય, એવા સ્થાનમાં કપડા સુકવવામાં આવે. (ઘ) પ્રત-પુસ્તકાદિના પાના એવી રીતે મૂકેલા હોય કે જેથી તે પવનમાં ફંડ ફંડ ઉડ્યા કરે. (ચ) ઉનાળામાં ઉપાશ્રયે પહોંચીએ અને બારીઓ બંધ હોવાથી બફારો દૂર કરવા, પવન લાવવા તે બારીઓ ખોલવામાં આવે, એમાં અંદર-બહારનો વાયુ ભેગો થાય, પરસ્પર એકબીજા માટે શસ્ત્ર બને. (છ) સાધુ પંખા વાપરે, બીજા પાસે પોતાના તરફ પંખો કરાવડાવે. પૂંઠા વગેરેથી પવન ઉત્પન્ન કરે. (જ) વર્તમાનકાળની દૃષ્ટિએ જે વસ્ત્રો જેટલા માપના હોવા જરુરી હોય, ગીતાર્થ માન્ય હોય, એ વસ્ત્રો એના કરતા મોટા માપના રાખે. આમાં એ વધારાના માપ દ્વારા પ્રતિલેખનાદિમાં જે વાયુ વિરાધના થાય, એ દોષરૂપ ગણાય. ****** 0& Page #142 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ પ્રથમ મહાવ્રત -૪-૯-૦૯ -૦૯-૦૯-૨૯-ક ૦૯-૦૯ - (ઝ) ગરમ પાણી, ગરમ ચા, ગરમ દૂધ ઠંડુ કરવા ટૂંક લગાવે કે પાત્રામાં જ પાણી વગેરેને હલાવી હલાવીને ઠંડુ કરે. (ટ) કાપ કાઢવામાં આવે, એમાં કપડા ઘસતી વખતે, પાણીમાં છબછબ કરતી વખતે વાયુની વિરાધના થાય. (6) વિહારમાં કામળીનો કે કપડાનો છેડો ઉડ્યા કરે, એ રીતે રાખવામાં આવે. (ડ) ભીના કપડાને સુકવવા માટે એને ઝાટકવામાં આવે. (ઢ) રાત્રે મચ્છરદાની નાંખેલી હોય, એ આખી રાત પવનમાં થોડી-ઘણી ઉડ્યા કરે. (૫) યોગાસન, કસરતાદિમાં જોરથી શ્વાસ લેવામાં આવે કે જોરથી મૂકવામાં આવે. (ફ) છીંક-બગાસાદિ વખતે મુહપત્તીનો ઉપયોગ ન રાખવામાં આવે (બ) પ્લાસ્ટીકની બોટલો, ટ્યુબો વગેરે દબાવવામાં આવે. રબરનો બોલ એના જેવી અન્ય કોઈપણ વસ્તુ દબાવવામાં આવે. (ભ) કોઈપણ વસ્તુ ફેંકવામાં આવે. જેમ કે એકદમ નીચે નમીને માત્રુ પરઠવવાને બદલે ઉંચેથી માત્રુ પરઠવાય. બીજા સાધુની તરફ કપડો-કામળી વગેરે ફેંકવામાં આવે. આમાં પણ કોઈક વિરાધના કરણરૂપ છે, કોઈક કરાવણરૂપ છે. કોઈક અનુમોદન રૂપ છે. આ બધી વિરાધના મન-વચન-કાયાથી ત્યાગવી. - વનસ્પતિકાય : (ક) પહેલો વરસાદ પડે, ત્યારે આખી ધરતી ઉપર સતત ત્રણ દિવસ સુધી અનંતકાયની ઉત્પત્તિ થાય. એ આંખેથી ન દેખાય, છતાં સર્વજ્ઞવચનથી આ વાત સત્ય જ છે. એટલે પ્રથમ વરસાદના ત્રણ દિવસ સુધી ગોચરી-પાણી-ઠલ્લે-વિહારાદિ માટે ધરતી ઉપર ચાલવાનું થાય તો વનસ્પતિની વિરાધના ગણાય. (સામાન્યથી પા ઈંચ કે અડધો ઈંચ વરસાદ પડે તો એ પ્રથમ વરસાદ ગણાય) પ્રથમ વરસાદના ત્રણ દિવસ તો શ્રાવકોને પણ જો શક્તિ હોય તો ચોવિહારો અઠમ કરી પૌષધ કરવાની આજ્ઞા ફરમાવવામાં આવી છે. (ખ) નિર્દોષ કેળા-કેરી વાપરવામાં પણ જો આસક્તિ થાય, તો વ્યવહારથી તો એ વનસ્પતિની વિરાધના સંબંધી અનુમોદનાનો દોષ લાગે. (ગ) આધાકર્મી, મિશ્રાદિ દોષવાળા ફળો વાપરવામાં આવે, એના રસ વાપરવામાં આવે, શાકભાજી વાપરવામાં આવે. (ઘ) વિહારમાં રસ્તાની આજુબાજુ રહેલા ઘાસ ઉપર પગ પડે. કાચા રસ્તે ઘાસ ઉપર ચાલવાનું આવે, ખેતરોમાં વિહાર થાય ત્યારે ઝીણા ઝીણા અંકુરાઓ પર ચાલવાનું થાય. (ચ) ચોમાસાના ક્ષેત્રમાં આપણે મોડી સૂચના કરીએ તો ગૃહસ્થો નિગોદવાળા - - - - - - - - - - - - - - - - ૧૪૧ - - - - - - - - - - - - - - - Page #143 -------------------------------------------------------------------------- ________________ ----૦૯-૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ મહાવ્રતો કે ૯૯ - - - - - - - સ્થાનોમાં સફેદ પટ્ટા કરાવે. નિગોદાદિવાળી માટી લાવીને માત્રા માટે નાંખે. (છ) માત્રાની કુંડીમાંથી નીચે થોડું-થોડું માત્ર ગળે અને એ ભીનાશાદિના કારણે ચોમાસાદિના કાળમાં ત્યાં નિગોદના થર બાઝી જાય. (જ) ઘાસ-નિગોદાદિ ઉપર માત્રુ-ઇલ્લે પરઠવવામાં આવે. (ઝ) છ'રી પાલિતસંઘમાં સાધુ સાવદ્ય ભાષા વાપરે કે “ખેતર વ્યવસ્થિત ખેડજો, જેથી ઢેફા-પથરા વાગે નહિ.” વગેરે (ટ) સંઘોમાં ખેતરાદિમાં રહેવાનું થાય, નીચે ઘાસ હોય અને ઉપર કપડું પાથરી દીધું હોય. તથા છૂટું છવાયું ઘાસ હોય અને દેરાસરાદિ જતા એના પર પગ પડે. (6) દેશી ખાતરમાંથી ઉગેલા અનાજ-શાક મળી રહે એ માટે સીધુ દેશી ખાતરથી અનાજ-શાક-ફળો ઉગાવડાવે કે એવા પ્રકારનો સાવદ્ય ઉપદેશ આપે. (ડ) ચીકુ-સફરજનાદિ ફળોમાંથી બીજ કાઢ્યા બાદ ૪૮ મિનિટ પછી એ અચિત્ત બને એવો વ્યવહાર છે. સાધુ ૪૮ મિનિટ પૂર્વે જ વહોરી લે. ૪૮ મિનિટ થયાની પૃચ્છા ન કરે, પાકી તપાસ ન કરે. ક્લીંગરાદિમાં બીજ પણ ભેગું વહોરાઈ જાય, એ વાપરવામાં આવે. (ઢ) કાકડી બરાબર સીઝી ન હોય, અને એ વહોરવા-વાપરવામાં આવે. (ટ) જે કેરીનો રસ કાઢેલો હોય, એ “મહારાજ સાહેબને ચાલશે” એમ વિચારીને ગૃહસ્થો એમાંથી અમુક રસ બહાર રાખે, બીજો બધું ફ્રીજમાં મૂકે. એ બહાર રાખેલો રસ ૪૮ મિનિટે જ્યારે અચિત્ત થાય ત્યારે એમાં સાધુનો આશય હોય... આવો કેરીનો રસ આધાકર્મી છે. એ વહોરવામાં આવે. (ઠ) ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં મેલા કપડામાં નિગોદ થાય, એના નાનામોટા છાંટા દેખાય. (એ કાળા રંગના દેખાતા હોય છે.) પલ્લા વગેરેમાં પણ જો કોઈક ભાગને શાકદાળના ડાઘા લાગ્યા હોય અને એ રહી ગયા હોય તો એમાં પણ ભેજના વાતાવરણાદિને કારણે નિગોદના છાંટા ઉત્પન્ન થાય. આવા વસ્ત્રો પવન વિનાની ઓરડીમાં દોરી પર ખુલ્લા રાખી મૂકવા પડે, ભેજનું વાતાવરણ જાય પછી સૂકા વાતાવરણમાં આસો માસ આસપાસ એ નિગોદ સુકાય એ બાદ કાપ કાઢીને વાપરી શકાય. એને બદલે એવું કોઈ લક્ષ્ય જ આપવામાં ન આવે, તો આ બધામાં એ નિગોદની વિરાધના ચાલુ જ રહેવાની. (ડ) ઈંટ ઉપર ભીના પ્યાલા સુકવવા મુકતા હોઈએ, પણ સતત માત્રુ પડવાથી ભેજના વાતાવરણમાં એ ઈંટ ઉપર જ નિગોદ બાઝી જાય. તથા ઈંટના નીચેના ભાગમાં કે આગળપાછળના ભાગમાં ઓછી વસ્તી નિગોદ હોય, ઉપર ન હોય... પણ વિશેષ ધ્યાનથી જોયા વિના એ ઈંટોનો ઉપયોગ ઠલ્લેમાં બેસવા કે પ્યાલા ટેકવવામાં કરવામાં આવે. Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મહાવ્રત (ઢ) લાકડાની જૂની બારીઓ, એના ખાંચાઓ... આ બધામાં પણ ચોમાસામાં નિગોદ થાય છે. ત્યાં ઓઘો ફેરવવામાં કે એ બારીઓ ખોલ-બંધ કરવામાં નિગોદની વિરાધના થાય. (૫) ઘરે વહોરવા જઈએ ત્યારે બેનો કોથમીર-શાકાદિ સમારતા હોય અને આપણને જગ્યા આપવા માટે એ બધું બાજુ પર હટાવે અને આપણે ત્યાં વહોરીએ તો એમાં એ વનસ્પતિની વિરાધનાનો દોષ લાગે જ. (ફ) રસ્તામાં આપણે અધવચ્ચે કે ગમે તેમ ચાલીએ, અને એટલે જ પાછળ આવતા વાહનચાલકોએ પોતાના વાહન ઘાસાદિ ઉપરથી ચલાવવા પડે. આમાં આપણું જેમ તેમ ચાલવું એ એમાં નિમિત્ત બનેલું હોવાથી એનો દોષ આપણને લાગે. (બ) દેરાસરો, વિહારધામો, ઉપાશ્રયો અંગે સાવદ્યભાષાથી ઉપદેશ આપનાર સાધુ, માત્ર વિધિ નિરૂપણને બદલે આદેશાદિ કરનાર સાધુ એમાં થનારી ચિક્કાર વનસ્પતિ હિંસાના દોષનો ભાગીદાર બને. (ભ) ટેંક પાવડરોના સરબત વાપરવામાં જો કે સીધો તો કોઈ પણ વનસ્પતિનો વપરાશ કે વિરાધના ન હોવા છતાં પણ જો તે પાવડર પાસે રાખવામાં આવે, વાપરવામાં આવે, એમાં પાઈનેપલ, કાચી કેરીના સ્વાદનો આનંદ આવે... તો વ્યવહારથી એ બધી વનસ્પતિઓની હિંસાની અનુમોદનાનું પાપ આસક્તિ કરનાર સાધુને લાગે. આમાં પણ અમુક વિરાધના કરણરૂપ છે. અમુક કરાવણરૂપ છે. અમુક અનુમોદનરૂપ છે. મન,વચન,કાયાથી આ તમામ વિરાધનાનો ત્યાગ કરવાનો છે. ત્રસકાયઃ (ક) વાડામાં પ્યાલો મૂકીએ, એમાં પુષ્કળ કીડા ઉત્પન્ન થાય એ સ્થંડિલ સંડાસમાં નાંખવામાં આવે તો એમાંય અઢળક કીડા ઉત્પન્ન થાય. (ખ) માત્રાનો પ્યાલો પરઠવવાનો રહી જાય અને ૪૮ મિનિટ પસાર થઈ જાય તો એમાં સંમૂચ્છિમજીવોની ઉત્પત્તિ થાય. સ્થંડિલમાં પણ સંમૂચ્છિમ પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ સમજી લેવી. (ગ) વિહારમાં ડોળીવાળા માણસોના પગ નીચે, વ્હીલચેર નીચે, સાઈકલ નીચે, લારી નીચે, સામાન લઈ જતી ગાડી નીચે ઢગલાબંધ કીડીઓ – મંકોડાઓ - ઈયળો - ગોકળગાયો – દેડકાઓ - સાપોલિયાઓ - કુતરાઓ - બિલાડીઓ - વગેરે વગેરે ત્રસ જીવો કપાઈ જાય, છુંદાઈ જાય, રહેંસાઈ જાય. એ વ્હીલચેરાદિ સાધનો જે સાધુના નિમિત્તે ચાલે, એ સાધુને પ્રસ્તુત દોષ લાગે. (ઘ) ગોચરી માંડલીમાં જો કંઈપણ ઢોળાય, એનો વ્યવસ્થિત નિકાલ ન કરાય, તો ૧૪૩ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૨૯ - - - - - - - - - - - - મહાવ્રતો --જન - ૯ - - - - - - સેંકડો કીડીઓ ત્યાં આવી ચડે... એ પછી એનો કાજો કાઢવામાં કાળજી ખૂબ ખૂબ રાખવી પડે. એ ન રાખવામાં આવે તો થોડી ઘણી કીડીઓની વિરાધના થાય જ. (ચ) પ્રત્યેક સંયમીની ફરજ છે, કે એવી રીતે ગોચરી વાપરે છે જેમાં એકપણ દાણો નીચે ન ઢોળાય, એક પણ ટીપુ નીચે ન ઢોળાય. જો ભૂલથી ઢોળાય તો તરત જ એનો નિકાલ એ સંયમીએ કરી દેવો પડે. હવે જો એ નિકાલ ન કરવામાં આવે અને કીડી વગેરેની વિરાધના થાય તો એ બધો જ દોષ એ સાધુને લાગે, કે જે સાધુથી આ દાણો/ટીપુ ઢોળાયું હોય. | (છ) દેરાસર જતા, ઉપાશ્રય જતા, વિહારાદિમાં જો નીચે જોયા વિના ચાલવામાં આવે તો ત્રસજીવોની વિરાધના થવાની શક્યતા પાકી. (જ) બારી-બારણા જો બરાબર પૂંજ્યા વિના ખોલ-બંધ કરવામાં આવે, પૂંજવાનું કામ પણ જોયા વિના કરવામાં આવે તો ગરોળી-કરોળીયો-કીડી-ઉધઈ વગેરે ઘણા જીવો મરી જાય કે કિલામણા પામે. (ઝ) જો પોટલાઓનો પરિગ્રહ કરવામાં આવે તો એ પોટલાની આડશ હેઠળ ગરોળી વગેરે જીવો રહે અને તે જીવો બીજા ત્રસ જીવોને ખાઈ જાય. એમાં આપણા પોટલા નિમિત્ત બને. () Úડિલમાં કરમીયા નીકળે. ગુદામાં ખજવાળ આવવાથી જોરથી ખણવામાં આવે અને તેમાં ત્યાં રહેલા કરમીયા પણ ખણાઈ જાય. (ઠ) શરીરની ચામડીમાં સવા નામના નાના નાના જીવો ઉત્પન્ન થાય, એને કાઢવા જતાં એની વિરાધના થાય, મરી જાય. (ડ) કાપનું ઘણું બધું પાણી એક સાથે કુંડી વગેરેમાં પરઠવાય, ત્યારે કુંડીની ઝૂષિર જગ્યામાં રહેલા ઘણા જંતુઓ તણાઈ જાય, મરી જાય. કુંડીની બહાર પણ પાણીના રેલામાં ઘણા નાના જીવો તણાઈને મરી જાય. (ઢ) રોજ સાંજે સૂર્યાસ્ત કે તેની પહેલા માત્રુ પરઠવવાની જગ્યા બરાબર ન જોઈ હોય, અને ત્યાં સોયના અગ્રભાગ જેટલા લાંબા પહોળા ઉંડા કાણા હોય, એમાં કીડીના નગરા હોય. એટલે રાત્રે ત્યાં માત્રુ પરઠવાય તો એ બધું પાણી પેલા કાણાઓમાં જાય, એ માત્રાના કારણે ઘણી બધી કીડીઓ મરી જાય. (૫) પાટ-પાટલા જો જોયા-પૂંજ્યા વિના મૂકવામાં આવે, જોયા-પૂંજ્યા વિના ખસેડવામાં આવે તો એમાં ય ઘણીવાર ત્રસજીવો મરણ પામે છે. એમ પાત્રા-ઉપાધિ વગેરે દરેકે દરેક વસ્તુ માટે આ વાત સમજી લેવી. (ફ) બોલતા બોલતા થુંક ઉડે, રસ્તા ઉપર કફ કે શર્દી ઘૂંકી હોય... એ બરાબર ઘસી ન હોય તો ૪૮ મિનિટ બાદ એમાં સંમૂચ્છિમની ઉત્પત્તિ થાય. ચાલુ રસ્તે પણ વાતો Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મહાવ્રત કરતા કરતા ચાલતા હોઈએ અને થૂંક રસ્તા પર પડે, એ ૪૮ મિનિટમાં જો ન સુકાય તો સંમૂચ્છિમની વિરાધના ગણવી. (બ) કોઈપણ ગૃહસ્થને પ્રાયઃ કોઈપણ કામ સોંપવામાં આવે, તો એ ગૃહસ્થો તે કામ કરવામાં અયતનાના કારણે ઘણા બધા ત્રસજીવોની વિરાધના કરનારા બને એ શક્ય છે. એ બધાનો દોષ ગૃહસ્થને કામ સોંપનાર સાધુને લાગે. (ભ) સર્ફ વગેરેમાં કપડા બોળતા પહેલાં જો બરાબર જોઈ લેવામાં ન આવે તો એ કપડાઓમાં ત્રસજીવો જો ચડી ગયેલા હોય, તો એ જીવો પણ સર્ફના પાણીમાં ભેગા બોળાઈ જાય અને મરી જાય. એમ કોઈપણ ઉપધિના ઉપયોગ વખતે જો પૂર્વે ઉપધિ જોવામાં ન આવે, તો એ ઉપધિના વપરાશમાં ત્રસજીવોની વિરાધના થાય. આવી તો ઢગલાબંધ ત્રસજીવોની વિરાધના સંભવિત છે. આમાં પણ અમુક વિરાધના કરણરૂપ, અમુક કરાવણરૂપ, અમુક અનુમોદનરૂપ છે. એ બધાનો મન, વચન, કાયાથી ત્યાગ કરવો જોઈએ. પ્રશ્ન : આપે જે વિરાધનાઓ દર્શાવી છે, એ તો જીવનમાં ઘણી બધી વખત થાય છે. જો એનાથી મહાવ્રતનો ભંગ થતો હોય તો તો અમારા મહાવ્રતનો ભંગ જ થયેલો માનવો પડે. અને તો પછી કોઈપણ સાચો સાધુ માની જ નહિ શકાય. કેમકે દરેકે દરેકમાં તમે દર્શાવેલા દોષોમાંથી નાના-મોટા દોષો તો છે જ, અને એને તમે મહાવ્રતનો ભંગ ગણો છો, અને મહાવ્રતના ભંગવાળાને વળી સાધુપણું શી રીતે ? રે ! માત્ર વર્તમાનકાળમાં જ નહિ, ખુદ તીર્થકર દેવોની હાજરી વખતે પણ દરેકે દરેક સાધુને પોતાના જીવનમાં આવી નાની મોટી વિરાધનાઓ થતી જ હશે. શું બધા સાધુઓ ચોમાસામાં ચાર મહિના ઉપવાસ કરતા હતા ? શું તેઓ ઉપાશ્રયમાંથી ચાર મહિના બહાર નિકળતા જ ન હતા ? ના રે ના ! એમને પણ ચોમાસામાં ગોચરી-પાણીઠલ્લે વગેરે માટે બહાર તો જવું જ પડતું, તો એમને પણ કાચા પાણીની - નિગોદની વિરાધના તો થતી જ હતી. એટલે એ બધામાં પણ મહાવ્રતનો ભંગ માનવો જ પડે. તો એ પણ સાચા સાધુ તો ન જ રહ્યા. એટલે તમે વાતો બધી ઉંચી ઉંચી કરી. પણ એ બધુ વિચિત્ર અને ન સમજાય એવું છે. ઉત્તર : શાબાશ ! ખૂબ જ માર્મિક પ્રશ્ન કર્યો છે તેં ! રે ! હું તો તારા કરતા પણ એક વધારે મોટી આપત્તિ આપું કે જો ઉપર બતાવેલી વિરાધનાઓ પ્રમાણે મહાવ્રતનો ભંગ મનાતો હોય તો તો ખુદ કેવલીઓને પણ મહાવ્રતના ભંગવાળા માનવા પડે. કેમ કે કેવલીઓના પગ નીચે પણ ત્રસ જીવ મૃત્યુ પામે એવું બની શકે. નદી ઉતરતી વખતે કેવલીઓ પણ મહાવ્રતના ભંજક માનવા પડે. * ૧૪૫ Page #147 -------------------------------------------------------------------------- ________________ જ જ જ કો મહાવતો. એટલે ઉપર દર્શાવેલી વિરાધના માત્રથી મહાવ્રતોનો ભંગ કોઈપણ ભોગે માની ન શકાય એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે. તો પછી મહાવ્રતનો ભંગ શી રીતે માનવો ? એ પ્રશ્ન બાકી જ રહે છે. એનો ઉત્તર ખૂબ જ શાંતચિત્તે, ગંભીરતાથી સાંભળજે. એ ઉત્તરના આધારે બીજા પણ હજારો-લાખો સ્થાનોમાં તને ઢગલાબંધ સમાધાનો મળી રહેશે. સૌથી પહેલી વાત એ કે હિંસાની વ્યાખ્યા શું? હિંસા થાય તો જ મહાવ્રતનો ભંગ ગણાય ને ? હિંસા જ ન થાય તો મહાવ્રતનો ભંગ ન ગણાય. શિષ્ય : હિંસાની વ્યાખ્યા તો પ્રસિદ્ધ છે કે “જીવ મરી જવો તે હિંસા, જીવને પીડા થવી એ હિંસા.” ઉત્તર : ડોક્ટર કોઈક દર્દીનું ઓપરેશન કરે. પણ એમાં દર્દી મરી જાય તો શું એ હિંસા કહેવાય છે? લોકો ડોક્ટરને હિંસક કહે છે? એમ ડોક્ટર દર્દીને ઈજેક્શન આપે, કડવી દવા પીવડાવે ત્યારે દર્દીને પીડા થાય છે, શું ત્યાં એ પીડા હિંસા કહેવાય છે? લોકો ડોક્ટરને હિંસક કહે છે ? દેશમાં ઘૂસીને સર્વત્ર આતંક ફેલાવવા ઈચ્છતા આતંકવાદીઓને સૈનિકો યુદ્ધ કરીને મારી નાંખે છે, શું લોકો એને હિંસા કહે છે ? તે દર્શાવેલી વ્યાખ્યા તો લોકો ય માન્ય નથી કરતા. જૈનદર્શન પ્રમાણે હિંસાની વ્યાખ્યા આ પ્રમાણે છે. પ્રમત્તયો IIZ [વ્યપરોપur હિંસા. તસ્વાર્થ સૂત્ર. પ્રમાદના કારણે જીવ મરી જવો (કે એને પીડા થવી) એ હિંસા. આમાં (૧) પ્રમાદયોગ છે અને જીવ મરે છે તો લોકોમાં એ હિંસા કહેવાશે, અને મહાવ્રતનો ભંગ પણ થશે. (૨) પ્રમાદયોગ છે પણ જીવ મર્યો નથી, તો લોકોમાં હિંસા નહિ કહેવાય, પણ મહાવ્રતનો ભંગ થશે. (૩) પ્રમાદયોગ નથી અને જીવ મરે છે, તો મુગ્ધલોકો એને હિંસા કહેશે, પણ મહાવ્રતનો ભંગ નહિ થાય, (૪) પ્રમાદયોગ નથી અને જીવ મરતો પણ નથી, તો લોકોમાં પણ હિંસા નહિ કહેવાય અને મહાવ્રતનો ભંગ પણ ન ગણાય. આમાં પહેલા બે ભાંગામાં મહાવ્રતનો ભંગ થાય છે, ત્રીજા ભાંગામાં જીવ મરતો હોવા છતાં પણ મહાવ્રતનો ભંગ નથી થતો, એમાં મહાવ્રતો ટકે છે, વધે છે. ચોથો ભાંગો તો બધી રીતે સારો જ છે. જજ ૧૪૬ જાજરાજ Page #148 -------------------------------------------------------------------------- ________________ ------------૦૯- પ્રથમ મહાવત કરી છે જે લાલ - કેવલી ભગવંતો જિનકલ્પી વગેરે મહાત્માઓ... આ બધા દ્વારા પણ જીવ મરે ખરા, પણ તેમાં પ્રમાદયોગ ન હોવાથી એ બધાને ત્રીજો ભાંગો લાગુ પડે છે. અને ત્રીજા ભાંગામાં ખરેખર હિંસા ન કહેવાય, એટલે જ મહાવ્રતનો ભંગ પણ ન થાય. એમ આપણા જીવનમાં વર્તમાનકાળમાં પણ જો તે તે બાબતોમાં પ્રમાદયોગ ન હોય તો એમાં મહાવ્રતનો ભંગ થતો નથી જ, ભલે એમાં બાહ્યદૃષ્ટિએ જીવોની વિરાધના થઈ હોય. એટલે આ વાત બરાબર ધ્યાનમાં લેવી કે જ્યાં પ્રમાદયોગ છે, ત્યાં જ હિંસા ગણાય છે. જ્યાં પ્રમાદયોગ નથી, ત્યાં કોઈપણ હિસાબે હિંસા ગણાતી નથી. બાહ્યદષ્ટિએ જીવવિરાધના થાય તો પણ એમાં હિંસા ગણાતી નથી. રે ! માત્ર હિંસામાં જ નહિ, જૂઠ, ચોરી વગેરે બધામાં આ વાત સમજી લેવાની છે. પણ એ વાત આપણે જયારે તે તે મહાવ્રતોનું વર્ણન આવે ત્યારે જ કરશું. શિષ્ય : પ્રમાદયોગ એટલે શું ? ઉત્તર : પ્રમાદયોગનું વર્ણન શાસ્ત્રોમાં જુદી જુદી રીતે દર્શાવવામાં આવ્યું છે. સંબોધસિત્તરીમાં કહ્યું છે કે मज्जं विषयकषाया निद्रा विकहा य पञ्चमी भणिआ । एए पञ्च पमाया जीवं पाडंति संसारे ॥ દારૂ, વિષય, કષાય, ઉંઘ, વિકથા આ પાંચ પ્રમાદો જીવને સંસારમાં પાડે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં આઠ પ્રકારનો પ્રસાદ પણ દર્શાવેલો છે. (૧) અજ્ઞાન (૨) સંશય (૩) વિપર્યય (૪) રાગ (૫) દૈષ (૬) મતિભ્રંશ (૭) યોગદુપ્રણિધાન (૮) ધર્મ-અનાદર. આ રીતે જૂદા જૂદા વર્ણન જોવા મળે છે. શાસ્ત્રકાર મહર્ષિઓ જૂદી જૂદી વિવક્ષાને આધારે જુદી જુદી પ્રરૂપણા કરે એમાં કોઈ જ દોષ નથી. મુખ્યત્વે પ્રમાદ ત્રણ પ્રકારનો સમજવો (૧) રાગ (ર) ઢેષ (૩) શક્તિનિગૃહન પ્રશ્ન : મુખ્ય પ્રમાદ આ ત્રણ છે. એવું કયા આધારે કહેવાય ? ઉત્તર : આ ત્રણ પ્રમાદમાં બધા જ પ્રમાદોનો સમાવેશ થઈ જ જાય છે, માટે મુખ્યત્વે આ ત્રણ પ્રમાદો દર્શાવ્યા છે. વળી મહોપાધ્યાયજીએ લખ્યું છે કે રાષિયરિવ શવિતાનિ હનચાપિ ચારિત્રપ્રતિબસ્થાત્ રાગદ્વેષની જેમ શક્તિનિગૂહન પણ ચારિત્રપ્રતિબંધક છે. આમ અહીં ચારિત્રના પ્રતિબંધક તરીકે રાગ-દ્વેષ અને શક્તિનિગૂહનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે મુખ્યત્વે એ ત્રણ પ્રમાદ છે, એમ દર્શાવેલું છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ જ ૯૯ - - - - - - ૨૯ ૯૯૦૯ રન મહાવ્રતો કે ૯ ૨૯ - - - ૯૯૯-૦૯ મૂળ વાત પર આવીએ. પ્રમાદયોગથી જીવ મરવો કે જીવને પીડા થવી એ હિંસા! અર્થાતુ આપણા રાગભાવને લીધે જીવ મરવો કે જીવને પીડા થવી એ હિંસા! આપણા દ્વેષ ભાવને લીધે જીવ મરવો કે જીવને પીડા થવી એ હિંસા! આપણા શક્તિનિગૂહનને લીધે જીવ મરવો કે જીવને પીડા થવી એ હિંસા! એમાંય પરમાર્થ તો એ જ કે જીવ મરે કે ન મરે, જીવને પીડા થાય કે ન થાય પણ જો આપણામાં રાગદ્વેષ કે શક્તિનિગૂહન પ્રગટે તો એ હિંસા ગણાય અને એમાં મહાવ્રતનો ભંગ પણ થાય. આ પદાર્થ એકદમ સ્પષ્ટ સમજાય એ માટે આપણે છ એ છ કાયમાં આ ત્રણેયની અપેક્ષાએ દૃષ્ટાન્તો દ્વારા વિચારણા કરી લેશું. એનાથી આપણને એ સ્પષ્ટ ખ્યાલ આવશે કે આપણે કયા કયા મહાવ્રતનો ભંગ કરનારા બનીએ છીએ. પૃથ્વીકાય : (ક) પોતાની માલિકીનો ઉપાશ્રય બનાવડાવવા માટે સાધુ જગ્યા ખરીદાવવાથી માંડીને બધી દેખરેખ રાખે, આંબિલની મોળી દાળ વગેરેમાં સ્વાદ લાવવા માટે કાચું મીઠું સેકાવડાવે, ગામમાં ચાલતા જમણવારમાંથી સારી વસ્તુઓ મેળવવા માટે ત્યાં જવાનો રસ્તો ખેતરાદિમાંથી થઈને જતો હોય તો પણ ત્યાંથી જાય... આ બધામાં રાગથી પૃથ્વીહિંસા છે, આમાં મહાવ્રતનો ભંગ થાય. (ખ) ભીની માટીવાળા રસ્તે પગ પર માટી ચોંટી જવાથી બધું બગડવાથી અણગમો થાય અને એટલે પગને ઝાટકો લગાવીને બધી માટી ખંખેરવાનો પ્રયત્ન કરે. છતાં ન નીકળે, તો લાકડી વગેરેથી એ બધી માટી કાઢવા પ્રયત્ન કરે. એ માટી સચિત્ત હોવાનો ખ્યાલ હોવા છતાં ગંદકી વગેરેના દ્વેષથી પ્રેરાઈને ઉતાવળે એ માટી દૂર કરવાનો પ્રયત્ન કરે. (ગ) ઠલ્લે જવા માટેની નિર્દોષ જગ્યા આગળ મળતી હોય, ત્યાં જવા માટેની શક્તિ+અનુકૂળતા-સમય પણ હોય છતાં આળસ-પ્રમાદને લીધે સાધુ નજીકમાં જ ખેડાયેલા ખેતર વગેરેમાં ઠલ્લે જઈ આવે. અપુકાય : (ક) આસક્તિને વશ બનીને સાધુ “૪૮ મિનિટ થઈ છે કે નહિ ?' એની વિશેષ તપાસ કર્યા વિના જ લીંબુનું કાચા પાણીમાં બનાવેલું સરબત વહોરી લે, “ઘરમાં સારી વસ્તુ મળવાની છે.” એ ખબર હોવાથી તે ઘરમાં કાચા પાણીના પોતા કરેલા હોય તો પણ એના પર થઈને અંદર જાય અને વસ્તુઓ વહોરે. કોઈ જમણવારાદિ સ્થાનોમાં પણ અનુકૂળ વસ્તુઓ મેળવવા માટે ત્યાં વચ્ચે ઢોળાયેલા કાચા પાણી ઉપરથી પણ અંદર ક કકકકક કકક જ ૧૪૮ ૦ ૦૯-૦૯ * Page #150 -------------------------------------------------------------------------- ________________ જલ જજ જ આજનું પ્રથમ મહાવત જ છે જાય. આ બધી હિંસા રાગભાવથી પ્રેરાઈને થયેલી અપૂકાય હિંસા ગણાય. (ખ) રસ્તામાં ચાલતી ગાડીને લીધે ખાબોચિયાનું ગંદુ પાણી મોઢાદિ પર ઉડે અને સાધુ એને અરુચિ-દ્વેષથી પ્રેરાઈને લૂંછી નાંખે. (ગ) રસ્તો થોડોક ફરીને જતો હોય છતાં એ ચોખ્ખા રસ્તે આગળ જવાને બદલે પાણી ઢોળાયેલા રસ્તે, ખાબોચિયાદિવાળા રસ્તે આગળ વધે, એમાં વધારે ચાલવું ન પડે, એવો એકમાત્ર આળસભાવ જ મુખ્ય ભાગ ભજવતો હોય, ઘરોમાં નિર્દોષ ઉકાળેલું પાણી મળતું હોવા છતાં ઘરે ઘરે ફરવાના કંટાળાને કારણે આંબિલખાતાદિમાંથી જ ઉકાળેલું પાણી વહોરી લે. નિષ્કારણ હોડી વગેરેમાં બેસીને મોટો માર્ગ ટૂંકો કરી દે. તેઉકાયઃ (ક) આસક્તિથી પ્રેરાઈને ઠંડુ દૂધ વગેરે ગરમ કરાવડાવે, શીરો વગેરે બનાવડાવે, કોઈએ સાધુ માટે બનાવેલો હોય તો એ રાગભાવથી (જાણવા છતાંય) વહોરે, ભક્તોને ગાઢ કારણાદિ વિના જ ફોન કરાવે, સ્વયં મોબાઈલાદિનો ઉપયોગ કરે. (ખ) કપડાને દીવો લાગી જવાથી કપડો બળતો દેખાય એટલે ઝટઝટ એને બુઝવવા માટે ઝાટકા લગાવે.. (ગ) પોતાની કે બીજા સાધુની માંદગીમાં અનુપાન રૂપે જે વસ્તુઓની જરૂર હોય, તો માટેનો પ્રયત્ન સ્વયં ન કરે, ઘરે ઘરે એની તપાસ ન કરે અને સીધું જ કોઈકને કહી દે કે “જરા આ વસ્તુ બનાવી દેજો ને ?” વાયુકાયઃ (ક) પવનની મસ્તી માણવા માટે બારી-બારણાદિ ખોલે, જો બારી-બારણા ઓછા હોય તો ટ્રસ્ટીઓ દ્વારા નવા બારી-બારણા ભીંતમાં મુકાવડાવે. પંખો રાખે કે પૂંઠાદિથી પંખો ખાય અને એ રીતે કોઈપણ હિસાબે મસ્તીથી ઉંઘવા મળે એ માટે પવન ઉત્પન્ન કરે. - (ખ) શરીરાદિ પર ચડી ગયેલા કીડી વગેરે જંતુઓ જલ્દી દૂર ન થતા હો તો અરૂચિ થાય, દ્વેષ થાય, મચ્છરોના વારંવાર ચટકાથી ત્રાસ થાય અને એટલે ઓઘા દ્વારા ઝાપટ લગાવે. કપડા વગેરે પર પણ ઘણી બધી જીવાતો ચડી ગઈ હોય, એને દૂર કરવાનો પ્રયત્ન થોડોક કરે, છેવટે વારંવાર જીવાતો દેખાવાથી ગુસ્સે થઈ કપડાને જોરથી ખંખેરે. (ગ) વિહારાદિ વખતે કપડો સંકોચીને રાખવાની ઝાઝી દરકાર ન કરે, કપડા સુકવવા મૂકેલા હોય તે ઉડ્યા કરે. નવરાશ મળે, કોઈ કહે ત્યારે કપડા નીચે ઉતારે. વનસ્પતિકાય (ક) આસક્તિ હોવાથી કેરીનો રસ વગેરે સ્પેશ્યલ આપણા માટે તૈયાર કર્યા હોવાની જાણ હોવા છતાં પણ વાપરે, આસક્તિના કારણે જ સૂકા શાક મળે તોય ન જ -- - - - - - - ૧૪૯ - - - - - - - - - - - - - - - Page #151 -------------------------------------------------------------------------- ________________ વહોરે અને લીલા શાક તથા એમાંય ભાવતા શાક વહોરે, અમુક ઘરોમાં સારી સારી વસ્તુઓ મળતી હોય પણ ત્યાં નિગોદ ખૂબ હોય છતાં સારી વસ્તુઓના લોભથી નિગોદ પરથી ચાલીને પણ ત્યાં જાય. (ખ) બે-ત્રણ કાંટા વાગવાથી કાંટા પર ગુસ્સો ચડ્યો હોય અને સામે જ રસ્તા વચ્ચે ઝાડ પરથી તાજું છૂટું પડેલું કાંટાઓનું ઝુમખું દેખાય, એટલે એ પકડી ઉંચકીને દૂર ફેંકે. (તાજું ઝૂમખું સચિત્ત પણ હોઈ શકે છે...) કાંટાની હેરાનગતિથી ત્રાસીને કોઈક વળી બધેજ બાવળીયા કાંટાઓને કાપી નાંખવાનો, કાઢી નાખવાનો ઉપદેશ આપે. (ગ) દૂર જગ્યા મળતી હોવા છતાં નજીકમાં ઘાસાદિ ઉપર જ ઠલ્લે-માત્રુ પરઠવી દેવામાં આવે, માંદગી વગેરેમાં નિર્દોષ ફળોની તપાસ કરવાના કંટાળાને લીધે ભક્તને એ માટેનો આદેશ આપી દે, નિગોદાદિ વિનાનો થોડોક લાંબો રસ્તો મળતો હોવા છતાં ટુંકામાં પતાવવા માટે નિગોદાદિવાળો, ઘાસવાળો કાચો, નાનો રસ્તો પકડે. ત્રસકાય: (ક) સવારે વહેલા વહેલા પહોંચી જઈએ, તો નવકારશી ગરમ મળે, તડકો સહન ન કરવો પડે. આ નવકારશી અને સુખશીલતાના રાગથી પ્રેરાઈને સાધુ અંધારામાં વિહાર કરે. એમાં નીચે જીવો દેખાવાના નથી, એટલે એ જીવો મરે એની સંભાવના પણ છે, છતાં એ તરફ ઉપેક્ષા કરે. એમ “ઉપાશ્રય ચોખ્ખો ચટ જોઈએ” એવા ચોક્નાઈના રાગથી પ્રેરાઈને ઉપાશ્રયમાં કીડી વગેરેનો નાનો-મોટો ઉપદ્રવ હોવા છતાં માણસ પાસે કચરા-પોતા કરાવે, કરતો હોય તો નિષેધ ન કરે... એ રીતે ત્રસજીવોની વિરાધના પ્રત્યે ઉપેક્ષા કરે. મમત્વથી પ્રેરાઈને પોટલાઓનો પરિગ્રહ કરેલો હોય અને પછી ગાડીમાં એ પોટલાઓ મંગાવવા પડે, મોકલવા પડે એમાં ત્રવિરાધના ખૂબ થાય... (ખ) મચ્છરના ચટકાઓથી ત્રાસીને જોરથી એ ચટકાવાળી જગ્યાએ હાથ પછાડે, એમાં મચ્છર મરી જાય. એમ કીડીના ચટકાઓથી હેરાન થઈને, કીડીની સંભાવનાની જાણકારી હોવા છતાં પણ તે ભાગને જોરથી ખણી નાંખે, પણ ઓઘાથી ધીમે રહીને પૂજે નહિ. રસ્તામાં કુતરાઓ ભસી ભસીને હેરાન કરે ત્યારે ગુસ્સે થઈ દાંડો લઈ કુતરાઓ પાછળ દોડે, કદાચ દાંડો મારી દે, પથરા મારી દે, ઉપાશ્રયમાં વારંવાર કુતરો આવીને બેસી જતો હોય તો કંટાળીને ગુસ્સામાં એને દાંડો મારીને ભગાડે... ગરોળી, વાંદરા, વાંદા વગેરેથી કોઈકને ખૂબ ભય લાગતો હોય એટલે જ, જ્યારે એ જીવો દેખાય ત્યારે એમના પ્રત્યે અણગમો થાય અને એમને ભગાડવા માટે લાકડી ઠપકારવી કે બૂમો પાડવી... વગેરે પ્રવૃત્તિ કરે. (ગ) નવકારશી ન કરવાની હોવા છતાં કે તડકાદિની મુશ્કેલી ન હોવા છતાં - - - - - - - - - - - - - - ૧૫૦ જલ-બાલ-લાલ - - - - - - - Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મહાવ્રત કોઈકને સવારે વહેલા પહોંચી જવાની કુટેવ જ પડી ગઈ હોય, એટલે એ કોઈ કારણ વિના અંધારામાં વિહાર કરે, ગોચરી માંડલીના કાજામાં કે પલ્લાદિ ઉપધિમાં ઘણી કીડીઓ આવી ગઈ હોય તો ખૂબ ધીમે ધીમે એ બધી કીડીઓને દૂર કરવાને બદલે એમાં ઉતાવળ કરે, ધીરજથી કામ ન લે, કામ જલ્દી પતાવવાની વૃત્તિ રાખે... આમ છ એ છ કાયમાં (ક)માં રાગજન્ય હિંસા, (ખ)માં દ્વેષજન્ય હિંસા અને (ગ)માં શક્તિનિગૂહન (આળસ,કંટાળો) જન્ય હિંસા જોઈ. આમાં એ ખ્યાલ રાખવો કે પૃથ્વી વગેરે સ્થાવર જીવો પર સીધો દ્વેષ તો પ્રાયઃ થતો નથી. કેમકે એ સ્થાવરો સીધા તો આપણને હેરાનગતિ કરતા નથી. છતાં જુદી જુદી અપેક્ષાએ એમાં દ્વેષજન્ય હિંસા દર્શાવી છે. જ્યારે ત્રસજીવો - કીડી, મંકોડા, મચ્છર, ગરોળી, કુતરા, સાપ, બિલાડી, ગાય-બળદ-ભેંસ, વંદા, ઉંદરડા... આ બધા સીધી રીતે ત્રાસ આપનારા અનુભવાય છે. એટલે જ એમના પર સીધો દ્વેષ પણ થાય છે અને એનાથી પ્રેરાઈને હિંસા પણ થાય છે. આ ત્રણેયમાં પણ દ્વેષજન્ય હિંસા ઓછી થાય, લગભગ ન થાય. કેમકે સાધુમાં જીવ પ્રત્યેની કરુણા હોય જ છે, એટલે જાણી જોઈને જીવને મારવા, જીવને પીડા કરવી, એમના ૫૨ ગુસ્સો કરવો. એ સાધુના જીવનમાં ઓછું બને. પરંતુ પાંચ ઈન્દ્રિયના વિષયવસ્તુઓનો રાગ જ્યારે કાબુ બહાર થાય ત્યારે સાધુ એ રાગને પરવશ બની એ વિષયસુખોના ભોગવટા માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય એવું પણ બને. અને એમાં જ એ ઉ૫૨ પ્રમાણે જીતજાતની હિંસા કરી બેસે. એ વખતે એને જીવને મારી નાંખવાની કે જીવને પીડા દેવાની ભાવના બિલકુલ નથી હોતી. પણ “મારે પાંચ ઈન્દ્રિયના સુખો ભોગવવા છે, એ મને મળવા જોઈએ” આ રાગભાવ જ ત્યાં સૌથી મુખ્ય ભાગ ભજવતો હોય છે. દા.ત. શીરો ખાવાની ઈચ્છા થઈ તો સાધુ કંઈ અગ્નિકાયના જીવોને મારવાની ઈચ્છાવાળો નથી, પણ એને શીરો તો કોઈપણ રીતે જોઈએ છે. એ માટે અગ્નિકાયના જીવોની વિરાધના થાય, તો પણ એ વાતને સાધુ સ્વીકારી લે છે. ટુંકમાં રાગજન્ય વિરાધનામાં જીવદ્વેષ નથી. પણ રાગની માત્રા વધી જવાથી સાધુ વિરાધના તરફ ઉપેક્ષાવાળો બને છે. જો સાધુને ત્યારે જ સહજ રીતે નિર્દોષ શીરો મળી જ જાય, તો એ કંઈ સ્પેશ્યલ બનાવડાવતો નથી જ. કેમકે એનો રાગ સંતોષાઈ ગયો છે. જેમ એક રાજાને બીજા રાજાનું રાજ્ય છિનવી લેવાની ઈચ્છા થઈ. હવે એ રાજા ત્યાં સંદેશો મોકલે છે કે “કાં તારૂ રાજ્ય આપી દે, નહિ તો યુદ્ધ કર” હવે જો પેલો રાજા સામે ચાલીને રાજ્ય આપી દે તો પેલો રાજ્યલાલચુ રાજા યુદ્ધ નહિ કરે, રાજ્ય મેળવી લેશે. પણ જો પેલો રાજા રાજ્ય ન આપે તો રાજ્યની લાલચથી આ રાજા યુદ્ધ *******h ** Page #153 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ૯૯૦૯ - ૦૯ - ૯ ૨૯ જલજલ મહાવતો હાલ ૯૦૯૯ ૯૯૦૯૯-૯-૧૯૦૯ કરશે અને એના સૈનિકોને મારશે. અહીં રાજાને “યુદ્ધ કરવું જ છે, સૈનિકોને મારવા જ છે એવું નથી. પણ એને તો કોઈપણ હિસાબે રાજ્ય જોઈએ છે. એ રાજ્યો જો યુદ્ધ વિના મળે, તો એ યુદ્ધ નહિ કરે, કોઈને નહિ મારે. પણ રાજ્ય મેળવવા માટે યુદ્ધ અને સૈનિકોનો ઘાત આવશ્યક જ હોય તો રાજા એ પણ કરશે જ. બસ, રાગજન્ય હિંસામાં સાધુને આવું જ બને છે. સાધુને કંઈ જીવોને મારી નાંખવાની, પીડા કરવાની ભાવના નથી. એને જો પોતાની મનગમતી વસ્તુ વિરાધના વગર મળતી હોય તો એ કોઈ જ વિરાધના નહિ જ કરે. પરંતુ જો મનગમતી વસ્તુ માટે વિરાધના કરવી જ પડે તેમ હોય તો સાધુ એ વિરાધના પણ અપનાવી લેશે. - કેરીના રસની લાલસાવાળો સાધુ પણ જો નિર્દોષ રસ મળી જે જાય, તો કંઈ આધાકર્મી રસ નહિ જ કરાવે. પરંતુ જો નિર્દોષરસ નહિ મળે, તો પછી લાલસાને વશ થઈ આધાકર્મી પણ કરાવી દે. ચાની લાલસાવાળો સાધુ જો નિર્દોષ ચા મળશે, તો દોષિત કરાવવાનો નથી. પણ એને જેવી જોઈએ, જેટલી જોઈએ એવી નિર્દોષ ચા જો એને ન મળે, તો એ દોષિત કરાવી દેશે. કોઈકને આદેશ કરી દેશે... રાગજન્ય દરેક હિંસામાં આ વાત સમજી લેવી.. આમ આમાં એટલું સારું છે કે સાધુમાં “જીવોને મારી નાંખુ” એ રીતના ક્રૂર પરિણામ નથી. પણ પાંચ ઈન્દ્રિયોના સુખોને પોષવા માટે “જીવો મરે તોય વાંધો નહિ” આ રીતનો જે પરિણામો ઉડે ઉડે ધરબાયેલો છે, એ જીવદયાના પરિણામની ખામી-ઉણપ સૂચવે છે. આ સાધુજીવનમાં ન ચાલે, એનાથી મહાવ્રતનો ભંગ, થાય. આ રાગજન્ય હિંસા કરતા પણ અપેક્ષાએ એમ કહી શકાય કે શક્તિનિગૂહન જન્ય હિંસા વધુ થતી હશે. આળસ, કંટાળો, શારીરીક સુખશીલતા... આ શક્તિનિગૂહન કરાવનાર મલિન પરિબળો છે. અને એ પરિબળો વિષયસુખોની લંપટતા વિનાના સાધુને પણ પરેશાન કરતા હોય છે. રે !, ઘણી જગ્યાએ તો રાગજન્ય હિંસામાં શક્તિનિગૂહનજન્ય હિંસા ઘણી બધી ભળી ગયેલી હોય છે. શીરાની કે કેરીના રસની લાલસા જાગી. પણ એ માટે એ ૧૫-૨૦ ઘરે શીરા માટે | રસ માટે ફરવાની શક્તિ ફોરવવા એ તૈયાર નથી, માટે જ એ ઝટ આદેશ આપી દે છે. હવે આ હિંસા જેમ રાગજન્ય છે, એમ શક્તિનિગૂહનજન્ય પણ છે જ. આવું ઘણી બધી બાબતોમાં બનતું જ હોય છે. ઉપરાંત જ્યાં રાગજન્ય હિંસા નથી, ત્યાં પણ શક્તિનિગૂહનજન્ય હિંસા તો હોઈ જ શકે છે. દા.ત. એક કિ.મી. દૂર ગામડાના Page #154 -------------------------------------------------------------------------- ________________ --------- ૯૯ - - - - - - પ્રથમ મહાવત - - - - - - - - - - ઘરો હોય, ગોચરી પૂરતી મળતી હોય, છતાં પણ સાધુ એ જવા-આવવાના કંટાળાને લીધે રસોડાની ગોચરી વાપરી લે, આધાકર્મી આરોગી લે... આમ “ઢષજન્ય વિરાધના ઓછી થાય રાગજન્ય વિરાધના વધારે થાય. શક્તિનિગૂહનજન્ય વિરાધના ઘણી વધારે થાય.” એમ સામાન્યથી કહી શકાય. બાકી તો એમાંય સ્યાદ્વાદ સંભવિત છે જ. હવે આપણે આપણા જીવનમાં તપાસ કરવાની કે મારા દ્વારા જે કોઈપણ નાનીમોટી વિરાધના થાય છે એ રાગજન્ય છે ? વૈષજન્ય છે ? કે શક્તિનિગૂહનજન્ય છે ? જો ત્રણમાંથી એકપણ પ્રકારની હોય તો એ વિરાધના આપણા મહાવ્રતનો ભંગ કરનારી બને. પણ જો ત્રણમાંથી એક પણ પ્રકારની ન હોય તો એ વિરાધના થવા છતાં પણ મહાવ્રતનો ભંગ કરનારી ન બને. પ્રશ્ન : જે ત્રણ પ્રકારની ન હોય, એ વિરાધના ખરેખર વિરાધના જ ન ગણાય, એ તમારી વાત સાચી. પણ એ વિરાધનાનું સ્વરૂપ બતાવો ને? તો અમને ઉપરની ત્રણ વિરાધનાની માફક આ ચોથી વિરાધનાને પણ ઓળખવાની સમજ પ્રાપ્ત થાય. ઉત્તર : (૧) ગીતાર્થ સાધુ (૨) કારણસર (૩) યતનાપૂર્વક કોઈક વિરાધના કરી બેસે તો એ વિરાધના આ ચોથા પ્રકારની ગણાય. હો ! જે સાધુઓ અગીતાર્થ છે, તેઓ પણ જો ગીતાર્થની રજા પ્રમાણે, ગીતાર્થની સલાહ પ્રમાણે દોષ સેવે, કારણસર જ દોષ સેવે, યતનાપૂર્વક દોષ સેવે તો એમની એ વિરાધના પણ ચોથા પ્રકારની વિરાધના ગણાશે. ટૂંકમાં (૧) ગીતાર્થ | ગીતાર્થની જ આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરનાર અગીતાર્થ સાધુ (૨) કારણસર (૩) શાસ્ત્રીય યતના પૂર્વક કોઈક જીવવિરાધના કરે, કરી બેસે તે વિરાધના મહાવ્રતનો ભંગ ન કરે, ઉલ્ટ એ તો અપવાદમાર્ગ રૂપ હોવાથી એ ઘણો કર્મક્ષય કરાવનાર બને. પ્રશ્ન : હે? શું કહો છો તમે? શું જીવવિરાધના નિર્જરા કરાવનારી બને? કોણે કહ્યું? ઉત્તર : તને મારી વાતમાં શ્રદ્ધા ન હોય, પણ ભગવાન ભદ્રબાહુસ્વામીના વચનોમાં તો શ્રદ્ધા છે જ ને? જો પિંડનિર્યુક્તિમાં તેઓશ્રીએ ફરમાવ્યું છે કે, जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स सा होइ निज्जरफला अज्झत्थविसोहिजुत्तस्स Page #155 -------------------------------------------------------------------------- ________________ --------- મહાવ્રતો ------------- અર્થ : સૂત્રની વિધિથી સંપૂર્ણ, યતના કરનારા, અધ્યાત્મની વિશુદ્ધિથી યુક્ત એવા સાધુને જે વિરાધના થાય એ નિર્જરા આપનારી બને. બોલ, આ વચન તો માન્ય છે ને ? આમાં સાધુના ત્રણ વિશેષણો દર્શાવેલા છે. (૧) યતમાન (૨) સૂત્રવિધિસંપૂર્ણ (૩) અધ્યાત્મવિશુદ્ધિયુક્ત અહીં ઉપર જે ત્રણ વિશેષણો બતાવ્યા ને? એ જ આ ત્રણની અંદર આવી જાય છે. જુઓ ગીતાર્થ | ગીતાર્થનિશ્રિત = સૂત્રવિધિથી સંપૂર્ણ. યતના પુર્વક = યતમાન = શક્તિનિગૂહન નહિ. કારણસર = અધ્યાત્મવિશુદ્ધિથી યુક્ત = રાગ નહિ કે દ્વેષ નહિ. દોષ સેવે. = વિરાધના. તો એ નિર્દોષ છે. = નિર્જરા કરનારી બને. આમાં એ બાબતો ધ્યાનમાં રાખવી કે કોઈ સાધુ સ્વયં ગીતાર્થ ન હોય, ગીતાર્થની આજ્ઞા-સલાહ પણ લેતો ન હોય અને પોતાની મેળે જ નિર્ણયો કરતો હોય. એ સાધુ તે તે દોષો સેવવાના અવસરે યતના કરે પણ ખરો, એટલે એ દષ્ટિએ એ યતમાન કહેવાય, અને આમ પાછો કારણસર જ દો ષ સેવતો હોવાથી અપેક્ષાએ અધ્યાત્મવિશુદ્ધિયુક્ત પણ કહેવાય. પણ સૂત્રની વિધિ એ છે કે અગીતાર્થે ગીતાર્થની આજ્ઞા-સલાહ મુજબ જ પ્રવૃત્તિ કરવી. જ્યારે આ સાધુ તો સ્વમતિથી પ્રવૃત્તિ કરે છે. માટે જ એ સૂત્રવિધિથી સંપૂર્ણ ન ગણાય. અને એટલે જ “ગીતાર્થને પૃચ્છા કરવી વગેરેની પોતાની શક્તિને એ ફોરવતો ન હોવાથી એ શક્તિનિગૂહનવાળો પણ ગણાય. એટલે સાધુ ગીતાર્થ કે ગીતાર્થનિશ્રિત તો હોવો જ જોઈએ. બીજી વાત એ કે માંદગી વગેરેમાં ધારો કે ગરમ દૂધની જરુર છે, તો સાધુ સ્વમતિ પ્રમાણે એમ વિચારે કે “આધાકર્મીને બદલે મિશ્રદોષવાળું ગરમ દૂધ ઓછા દોષવાળું તો અપેક્ષાએ તો આ સાધુએ યતના કરી જ છે. છતાં મિશ્રદોષ કરતા પણ નાનો દોષ સ્થાપનાદિ છે. એ દોષવાળું મળતું હોવા છતાં મિશ્ર દોષ સેવે, તો એણે અપેક્ષાએ યતના કરી હોવા છતાં સૂત્રવિધિથી સંપૂર્ણ તો એ સાધુ બન્યો જ નથી. આમાં હજી પણ ઘણી બધી બાબતો વિચારી શકાય. સાર એ છે કે જે ગીતાર્થ ગીતાર્થ નિશ્રિત હોય, અને કારણસર યતનાપૂર્વક દોષ સેવતો હોય, તે સાધુની વિરાધનામાં રાગ કે દ્વેષ કે શક્તિનિગૂહન ન હોય, અને માટે જ બાહ્યદષ્ટિએ - - - - - - - - - - ૧૫૪ ------------------------- Page #156 -------------------------------------------------------------------------- ________________ - જ ન પ્રથમ મહાવત છે જે એ વિરાધના દેખાવા છતાં પરમાર્થથી તો એ આરાધના જ છે અને માટે જ એને કર્મક્ષય પ્રાપ્ત થાય છે. જેમ આરાધના કર્મક્ષય આપે, એમ ઉપરોક્ત વિરાધના પણ આરાધનારૂપ હોવાથી કર્મક્ષય આપનારી બને. હવે ષકાયને વિશે આપણે આ ચોથી-શુદ્ધ વિરાધનાની વિચારણા કરીએ. પૃથ્વીકાયમાં શુદ્ધ વિરાધના : (ક) અચાનક હોઈ સાધુનું B.P. એકદમ ઘટી ગયું. એને બચાવી લેવા માટે બલવણનું પાણી પીવડાવવું જરૂરી બને. જો વિલંબ થાય તો સાધુનો કાળધર્મ પણ થઈ જાય. આવા વખતે સાથેનો સાધુ ‘પાકું બલવણ કોના ઘરે છે?' એ ખ્યાલ ન હોવાથી અને ઘરે ઘરે તપાસ કરવાનો અવસર ન હોવાથી સીધો જ કોઈક શ્રાવકના ઘરે જઈને તત્કાળ ગેસ પર બલવણનું પાણી તૈયાર કરાવે અને B.P. વાળા સાધુને વપરાવીને એને બચાવી લે. તો અહીં બલવણની વિરાધના થઈ. પણ આ સાધુએ ગ્લાન સાધુની જીંદગી બચાવવા રૂપી કારણસર શક્ય એટલી યતનાથી દોષ સેવ્યો છે, માટે આ સાધુને વિરાધના થવા છતાં પણ નિર્જરાની પ્રાપ્તિ થાય. સીધું સચિત્ત બલવણ વપરાવવાને બદલે અચિત્ત કરાવીને વાપર્યું એ યતના કરી કહેવાય, (ખ) રસ્તાની આજુબાજુ સચિત્ત માટી હોય, સાધુ રોડ પર ચાલતો હોય પણ સામેથી મોટું વાહન ઝડપભેર આવવાથી એવી કટોકટિ સર્જાઈ કે સાધુએ માટી પર પગ મૂકવો જ પડે, નહિ તો અકસ્માત થાય. આવી પરિસ્થિતિમાં સાધુ માટી પર એક પગ મૂકીને ઉભો રહી જાય અને વાહનને જવા દે. તો સાધુએ જીવ બચાવવા રૂપી કારણસર બેને બદલે એક જ ડગલું માટીમાં મૂકવા રૂપી યતના પૂર્વક પૃથ્વીની વિરાધના કરી છે, માટે જ એને કર્મક્ષયની પ્રાપ્તિ થાય. અપૂકાયમાં શુદ્ધ વિરાધના : (ક) શેષકાળમાં ઘરોમાં ઉકાળેલું પાણી મળતું જ ન હોય, તો છેવટે આંબિલખાતાનું આધાકર્મી પાણી પણ લે, પણ એ પણ જેટલું જોઈએ એટલું જ લે, વાપરવામાં પણ કરકસર કરે. ઘરોમાંથી થોડુંક પાણી મળતું હોવા છતાં સંપૂર્ણ જરૂરિયાત પૂરી ન થતી હોવાથી આધાકર્મી લેવું પડે તો પણ એ થોડું પણ નિર્દોષ ન લેવું અને બધું જ આધાકર્મી લેવું.... એવું ન કરે પણ જેટલું શુદ્ધ મળે, એટલું લઈને બીજું બધું પાણી આધાકર્મી લે. (ખ) શાસ્ત્રીય વિધિ પ્રમાણે સાધુ નદી ઉતરે, અર્થાત્ વિહારક્રમમાં સહજ રીતે નદી આવે કે પાણીના ખાબોચિયા આવે. ચોખો રસ્તો મળતો ન હોય, તો છેવટે શાસ્ત્રની વિધિ જાળવીને તેમાંથી પસાર થાય. - - - - - - - - - ૧૫૫ ૮-૯ & ૧૯૯ ૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો (ગ) પાકી પૂછપરછ કરીને પાણી વહોરેલું હોવા છતાં પાછળથી ખબર પડી કે “ઉકાળવામાં ગરબડ થઈ છે અને જે પાણી વહોર્યું છે. એ તો સચિત્ત છે.” તો સાધુ વિધિપૂર્વક એ પાણીને પરઠવે... આમાં વિરાધના છે જ, છતાં કારણસર યતનાપૂર્વક પરઠવે છે, માટે સાધુ નિર્દોષ છે. તેઉકાયમાં શુદ્ધ વિરાધના : (ક) ગચ્છમાં વૃદ્ધ સાધુઓ હોય અને ઉપાશ્રયમાં રાત્રે અંધારુ વધારે થઈ જવાથી વૃદ્ધ સાધુઓ માત્ર કરવા જતાં પડી જાય એવો ભય હોય. આવા વખતે સાધુ એ સ્થાને ઝીરોનો બલ્બ મુકાવે. તો આ તેજસ્કાયની શુદ્ધ વિરાધના છે. વૃદ્ધ સાધુઓ પડી જવાદિ રૂપ ભય ખરેખર છે, એટલે આ બલ્બ મુકાવે છે, જેથી ઈલેક્ટ્રીકસીટીની વિરાધના હોવા છતાં ઉજઈની વિરાધના નથી થતી. વળી એ ઝીરો બલ્બ પણ રાત્રે દસ વાગ્યા પછી શરુ કરાવે છે. ત્યાં સુધી તો સાધુઓ જાગતા હોવાથી વૃદ્ધોને માત્ર પરઠવવાદિ માટે જવાનું નથી. સવારે પણ શક્ય એટલી વહેલી જયણા કરાવી દે છે... આમ, આ બધી યતના પણ પાળી છે. એમ ચોર, સાપ વગેરેના ભયવાળા સ્થાનોમાં પણ આ વાત સમજી લેવી. (ખ) મેલેરિયાદિ તાવમાં બપોરે-સાંજે તપાસ કરવા છતાં ગરમ દૂધ ન મળે, તો છેવટે ગરમ દૂધ કરાવવું પડે... એમ તે તે માંદગીમાં નિર્દોષ વસ્તુ ન મળે તો અને દોષિત કરાવ્યા વિના ચાલે એમ જ ન હોય તો દોષિત કરાવવું પડે.... વાયુકાયમાં શુદ્ધ વિરાધના : (ક) ભયંકર રોગો થાય, હોસ્પીટલમાં દાખલ થવું પડે, .C.U. માં રહેવું પડે કે એ સિવાય પણ ડોક્ટરની કડક સૂચનાથી એરકન્ડીશનમાં જ રહેવું પડે. એ વખતે શક્ય એટલું એરકન્ડીશન ઓછું રખાવે. રોગી સિવાયના સાધુઓ ત્યાં ન બેસે, એક કે બે સાધુ જ ત્યાં એ રૂમમાં ૨હે. બીજાઓ વંદનાદિ કરવા આવે, પણ તે જ રૂમમાં લાંબો સમય ન રહે. (ખ) વૈશાખ-જેઠ મહીનાની ગરમી અને બફારો અતિ ભયંકર હોય, સહન કરવાની ભાવના હોવા છતાં પણ ગરમીની પરાકાષ્ઠામાં સહનશક્તિ પણ ઓછી પડતી હોય... આવી પરિસ્થિતિમાં અનુકૂળતા મેળવવા નહિ, પરંતુ આર્તધ્યાન અટકાવવા અને આરાધના વધુ સારી કરવા માટે સાધુ બારી-બારણા ખોલે... આમાં પવનનો રાગ નથી, કે દુ:ખનો દ્વેષ પણ નથી. પણ બાહ્ય પરિસ્થિતિ આરાધનાને માટે અત્યંત પ્રતિકૂળ ઊભી થવાથી આરાધના ટકાવી રાખવાનો જ એક માત્ર ભાવ છે. અર્થાત્ કારણસર જ દોષ સેવે છે, અને પંખાદિ વાપરવાને બદલે માત્ર બારી-બારણા ખોલવારૂપ નાનો દોષ સેવવાની યતના કરે છે... આ પણ વાયુકાયની શુદ્ધ વિરાધના છે. ૪૧૫૬ Page #158 -------------------------------------------------------------------------- ________________ જ ૯૯ જાતજ - પ્રથમ મહાવત જ અહિ - - ૯૯ - - - - વનસ્પતિકાયમાં શુદ્ધ વિરાધના : (ક) ચોમાસામાં ચારે બાજુ નિગોદ થઈ ગઈ હોય, એક-બે-ત્રણ ઉપવાસથી વધુ કરવાની શક્તિ ન હોય, એટલે જ ગોચરી-પાણી લેવા જવું આવશ્યક હોય, તે વખતે સાધુ જયાં ઓછી નિગોદ હોય એવા સ્થાનોમાં જ ગોચરી જાય, સંયમનિર્વાહ માટે જેટલું જરુરી હોય એટલું જ વાપરે. અને એ રીતે ઓછામાં ઓછી નિગોદ વિરાધનાથી સંયમનિર્વાહ કરવાનો પ્રયત્ન કરે. (ખ) તેવા પ્રકારની માંદગીમાં ફળો વાપરવા જ પડે, તો જે ફળોમાં ઓછા બીજ હોય એવાં ફળો વાપરે. વધારે બીજવાળા ફળો ન વાપરે. દા.ત. ચીકુથી ચાલી જાય, તો સંતરામોસંબી વગેરે ન વાપરે. સફરજનથી ચાલી જાય તો ક્લીંગરાદિ ન વાપરે. કમળામાં શેરડીનો રસ લેવો જ પડે તો પણ જો ચણા ખાવાથી જેટલું કામ પતતું હોય, એટલું પતાવે... રસની જેટલી ઓછી જરુર રહે, એવો પ્રયત્ન કરે અને એટલો જ રસ વાપરે. ત્રસકાયમાં શુદ્ધ વિરાધના : (ક) ગ્લાનની વૈયાવચ્ચ વગેરે રૂપ અત્યંત અગત્યના કામ માટે ઝડપથી જવું જરૂરી હોય, એટલે લાંબા વિહારો કરવાના હોય, એ વખતે ગુરુની રજા લઈને અંધારામાં પણ વિહાર કરે. ઘણા લાંબા વિહાર હોવાથી ઉપધિ ઉંચકવી શક્ય ન હોય તો એ માટે સાથે ઉપધિ ઉંચકવા માટે સાઈકલવાળો રાખે. આમાં ત્રણ વિરાધનાની સંભાવના હોવા છતાં ગાઢ કારણસર તે આ પ્રમાણે પ્રવૃત્તિ આદરે. (ખ) કુતરો ઉપાશ્રયમાં સતત બેસી રહેતો હોય, અઘી-મૂતરીને ઉપધિ વગેરે બગાડતો હોય, કબુતરાદિ ફાડી ખાતો હોય... આવી પરિસ્થિતિમાં કુતરાને બહાર કાઢવો અનિવાર્ય બને ત્યારે એના ઉપર પાણી નાંખવા દ્વારા કે છેવટે દાંડાથી ગભરાવવા દ્વારા પણ બહાર કાઢે. આવું વારંવાર ન કરવું પડે એ માટે ઉપાશ્રયમાં કુતરો પ્રવેશી ન શકે એવી ઉચિત વ્યવસ્થા કરાવડાવે... (ગ) રસ્તામાં ઘણા કુતરાઓ પાછળ પડે, કરડી જવાનો ભય રહે, એ વખતે નાછુટકે દાંડાથી કે પત્થરથી કુતરાઓને ગભરાવે. પણ દાંડા કે પથરો મારવો ન પડે, માત્ર તેવી ચેષ્ટાથી જ રક્ષણ મળી જાય તેવું કરે. - ઉપરના દૃષ્ટાન્તોમાં દેખાશે કે (૧) ગીતાર્થ કે ગીતાર્થનિશ્ચિત સાધુ (૨) કારણસર (૩) યતના જાળવવા પૂર્વક (૪) વિરાધના કરે છે, એને વિરાધના કરવી પડે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ & &&& 2 મહાવતો જ આ દરેક વિરાધના અને કર્મક્ષય આપનારી બની રહે છે. એમાં મહાવ્રતનો ભંગ થવાની વાત તો દૂર રહી, ઉર્દુ એમાં સંયમપરિણામોની વૃદ્ધિ જ થાય છે. આ તો આપણે થોડાક જ દૃષ્ટાંતો જોયા. પણ ખરેખર તો દરેકે દરેક વિરાધનામાં આ વાત સમજી જ લેવાની છે. એટલે પૂર્વે ષટ્કાયની જે વિરાધનાઓ બતાવેલી, એ બધાયમાં આ વાતનો ખ્યાલ રાખવો જ કે જો એ વિરાધના કારણસર, યતનાપૂર્વક ગીતાર્થ સાધુ કે ગીતાર્થ નિશ્રિત સાધુ કરતો હશે, તો એમાં કોઈ જ દોષ નથી. શિષ્ય : જેમ ઉત્સર્ગમાર્ગ આરાધનારૂપ છે, અને એ કર્મક્ષય આપે છે તેમ અપવાદમાર્ગ પણ આરાધના રૂપ છે, અને એ કર્મક્ષય આપે છે. એ વાત તમે હમણાં જ દર્શાવી. આ રીતે વિચારીએ તો ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગ બંને સરખા જ થયા. તો પછી જેમ ઉત્સર્ગમાર્ગ વધુ ને વધુ સેવીએ, તેમ વધુ ને વધુ કર્મક્ષય પ્રાપ્ત થાય. એમ અપવાદમાર્ગ પણ જેટલો વધુ ને વધુ સેવીએ, એટલો વધુ ને વધુ કર્મક્ષય થાય. આ વાત બરાબર ને ? ગુરુ : હા, બરાબર ! ઉત્સર્ગમાર્ગ જેટલો વધુ સેવાય એટલી કર્મનિર્જરા વધારે ! અપવાદમાર્ગ જેટલો વધુ સેવાય એટલી કર્મનિર્જરા વધારે ! શિષ્ય : વાહ ! વાહ ! તો તો ઉપવાસાદિ તપ એ ઉત્સર્ગમાર્ગ છે. તો જેમ વધુ ને વધુ તપ કરીએ તેમ વધુ ને વધુ કર્મક્ષય પ્રાપ્ત થાય. એમ આધાકર્મી વાપરવું એ અપવાદમાર્ગ છે, તો જેમ વધુ ને વધુ આધાકર્મી વાપરીએ તેમ વધુ ને વધુ કર્મક્ષય થશે ને ? અજવાળામાં જ વધુ ને વધુ વિહાર કરવારૂપી ઉત્સર્ગમાર્ગથી પુષ્કળ કર્મક્ષય ! તો અંધારામાં જ વધુ ને વધુ વિહાર કરવારૂપી અપવાદ માર્ગથી પુષ્કળ કર્મક્ષય ! વસ્ત્રોનો કાપ ન કાઢવા રૂપી ઉત્સર્ગમાર્ગથી પુષ્કળ કર્મક્ષય ! તો વારંવાર વસ્ત્રો ધોવા રૂપી અપવાદમાર્ગથી પુષ્કળ કર્મક્ષય ! આ તો મઝા પડી જાય. આધાકર્મી વાપર્યા જ કરો, રાત્રે જ વિહાર કર્યા કરો, વસ્ત્રો ધોયા જ કરો... એમાં જ આપણું કલ્યાણ ! ગુરુ : અપવાદમાર્ગના સેવનમાં આ જ એક ભયંકર આપત્તિ છે, જે અત્યારે તારા શબ્દો પરથી, એમાંથી પ્રગટ થતા તારા ભાવો પરથી છતી થાય છે. મેં તને પૂર્વે જ કેટલું બધું સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે માત્ર આધાકર્મી વાપરવું. એ અપવાદ નથી. પણ કારણસર શાસ્ત્રીયયતના પૂર્વક આધાકર્મી વાપરવું એ અપવાદ છે. અને એ જ કર્મક્ષય કરી આપે. એને બદલે તું કારણ + યતના આ પદાર્થોની સામે ૨૯-૯-૯-૯-૦૯-બોલ જી-- we ------ - - - - - - - - Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મહાવ્રત આંખ મીંચામણા કરીને માત્ર આધાકર્મીને તું અપવાદ તરીકે બોલી રહ્યો છે. કારણસર યતનાપૂર્વક આધાકર્મી હજાર વખત વપરાશે તો હજારે હજાર વખત કર્મક્ષય કરી આપશે જ, એ નિઃશંક બાબત છે. અધ્યાત્મવિશુદ્ધિ જેની પાસે છે, તેને દોષસેવન હજા૨વા૨ થાય કે લાખવાર થાય પ્રત્યેક વા૨ કર્મક્ષય છે, છે ને છે જ. પણ સૌથી મોટી મુશ્કેલી જ એ છે કે અપવાદમાર્ગમાં અધ્યાત્મવિશુદ્ધિ ટકાવી રાખવી એ લગભગ દુઃશક્ય છે. દોષ કારણસ૨ જ સેવવો અને એ પણ યતનાપૂર્વક જ સેવવો... આ વાત બધે ક્યાં શક્ય બને છે ? શરુ શરુમાં આ બધું સચવાય, ધીરે ધીરે કારણ નીકળી જાય, યતના નીકળી જાય, રહી જાય માત્ર દોષ ! અને મુગ્ધજીવો એને અપવાદ માનીને સેવ્યા કરે. તું જે બોલ્યો, એમાં આ ભય સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. તેં કારણયતના આનો ઉલ્લેખ ન કર્યો, અને માત્ર આધાકર્મીનો, માત્ર રાત્રિવિહારનો, માત્ર કાપ કાઢવાનો જ ઉલ્લેખ કર્યો, એ કેવું ભયાનક કહેવાય ? મહોપાધ્યાયજીએ માટે જ ઉપદેશરહસ્યમાં કહ્યું છે કે “મહામુનિઓ ગમે એટલા અપવાદ સેવે, તો પણ એમના ચારિત્ર પરિણામ અકબંધ રહે. એમાં કશું નુકસાન ન થાય. પણ એ વાત પ્રાયઃ સમજવી” તે પછી ખુલાસો કર્યો છે કે પ્રાયોગ્રહનું મન્તક્ષયોપણમવતિ વ્યમિન્નારવારળાય અર્થાત્ જે મુનિઓનો ચારિત્રપરિણામ નબળો હોય, ચારિત્રમોહનો ક્ષયોપશમ નબળો હોય તેઓ જો અપવાદ સેવે તો અપવાદ સેવતા સેવતા એમનો ચારિત્રપરિણામ તૂટી પણ જાય. અર્થાત્ તેઓ સાધુતા ગુમાવી બેસે. હવે તું જ બોલ. 'આ પાંચમો આરો ! એમાં ય પાછો અવસર્પિણીકાળ ! એમાં ય વિશેષ તાલીમ વિના ઝટપટ થતી દીક્ષાઓ ! એમાંય કુનિમિત્તોનું બેફામ જોર ! ૧. આવા કાળમાં ચારિત્રમોહના તીવ્ર ક્ષયોપશમવાળા સાધુઓ કેટલા ? ૨. આવા કાળમાં ચારિત્રમોહના મંદ ક્ષયોપશમવાળા સાધુઓ કેટલા ? ૩. આવા કાળમાં ચારિત્રમોહનો ક્ષયોપશમ જ ન હોય એવા સાધુઓ કેટલા ? ત્રીજા વિકલ્પની વાત જવા દે. પણ જેટલા સાધુઓ ચારિત્રપરિણામવાળા છે, એમાંથી ૭૦%, ૮૦% સાધુઓ સાચા સાધુ હોવા છતાંય મંદક્ષયોવશમવાળા હોય એ શક્ય નથી શું ? ૧૫૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - મહાવતો હલ ૯-૯ ૯ -- એ ટકાવારી ભલે ગમે તે હોય, પણ એક વાત તો પાકી ને? કે જેનો ચારિત્રમોહનો ક્ષયોપશમ મંદ હશે, તેઓ જો અપવાદ સેવશે, તો ધીમે ધીમે તેઓનો ચારિત્રપરિણામ ખતમ થઈ જશે, તેઓ માત્ર વેશધારી બની રહેશે. માટે જ જે સાચા સાધુઓ હોય, તેઓ તો અપવાદમાર્ગનું સેવન કરતા પણ ગભરાય. “આ અપવાદ સેવતા સેવતા મારો પરિણામ ખલાસ થઈ જશે તો ? મારો ચારિત્ર મોહનો ક્ષયોપશમ નબળો હશે તો? તો હું સાધુતા ગુમાવી બેસીશ. ના, ના. મારે મારી સાધુતા ગુમાવવી નથી. એ માટે હું અપવાદમાર્ગનું પણ સેવન નહિ કરું... એનાથી દૂર ભાગીશ.” આ નકરું સત્ય છે, માટે જ યતિજીતકલ્પમાં અપવાદમાર્ગનું વર્ણનાદિ કર્યા પછી પણ છેલ્લે તો કહ્યું જ કે “RUાપડિલેવા ન વિ ટુ ન નિસિપ્લી.. કારણસર દોષ સેવન કરવું એ જો કે નિષિદ્ધ નથી, છતાં પણ કારણસર પણ દોષ-સેવન ન કરાય, થોડુંક સહન કરી લેવાય તો વધુ સારુ. એટલે તું બહુ સ્પષ્ટ રીતે સમજી લે કે ૧. ઉત્સર્ગમાર્ગ એ આરાધના જ છે, તે કર્મક્ષય આપે જ છે. ૨. અપવાદમાર્ગ એ આરાધના જ છે, તે પણ કર્મક્ષય આપે જ છે. ૩. પણ અપવાદમાર્ગ અપવાદમાર્ગ રૂપે ટકાવી રાખવો અત્યંત કપરો છે. ૪. માટે થોડુંક ખેંચીને પણ અપવાદમાર્ગ ત્યાગી, ઉત્સર્ગમાર્ગ પકડી રખાય તે સારું. ૫. માટે જ ખરું કારણ હોય તો પણ યતનાપૂર્વક પણ અપવાદ સેવવાને બદલે ઉત્સર્ગની આરાધના કરવી. શિષ્ય : તો તો ખોટું થશે. શાસ્ત્રોમાં લખ્યું છે કે “જે સાધુ અપવાદના સ્થાને ઉત્સર્ગની આરાધના પકડી રાખે, તે વિરાધક બને.” તમે તો મને અપવાદના સ્થાને પણ ઉત્સર્ગની આરાધના જ પકડી રાખવાનો ઉપદેશ આપો છો, આ તો તમે મને ઉન્માર્ગે ધકેલો છો. તમારી આ વાત મને સમજાતી નથી. ગુરુ : પહેલી વાત તો એ કે આ ઉપદેશ મેં મારી રીતે સ્વતંત્રમતિથી નથી આપ્યો. મેં તને અત્યારે જ ાર પડિલેવા.... એ ગાથા દર્શાવી જ છે ને ? એટલે અપવાદના સ્થાને પણ ઉત્સર્ગ સેવવાની વાત ખુદ શાસ્ત્રકાર ભગવંતોની જ છે, મારા ઘરની નથી. બીજી વાત એ કે એકબાજુ તે દર્શાવેલી વાત પણ શાસ્ત્રીય છે કે “અપવાદના સ્થાને ઉત્સર્ગ સેવનાર વિરાધક બને.” અને મેં દર્શાવેલી વાત પણ શાસ્ત્રીય છે કે “અપવાદસેવનનું કારણ હાજર હોય તો પણ ઉત્સર્ગ સેવવો...” હવે આ બેય વાતો પરસ્પર વિરોધી લાગે છે ને ? Page #162 -------------------------------------------------------------------------- ________________ - પ્રથમ મહાવ્રત આપણે એનું સમાધાન શોધીએ. (૧) અપવાદના સ્થાનમાં ઉત્સર્ગ સેવવાથી જો વધુ નુકસાન થવાનું હોય એને બદલે ત્યાં અપવાદ સેવવામાં ઓછું નુકસાન થવાનું હોય તો ત્યાં અપવાદ સેવન સારું. (૨) અપવાદના સ્થાનમાં ઉત્સર્ગ સેવવાથી જો ઓછું નુકસાન થવાનું હોય એને બદલે ત્યાં અપવાદ સેવવામાં વધુ નુકસાન થવાનું હોય તો ત્યાં ઉત્સર્ગસેવન સારું. આમ નફા-નુકસાનના આધારે બંને શાસ્ત્રપાઠો સાચા જ ઠરે છે. આ વાતને દૃષ્ટાન્તથી સમજીએ. ગાઢ માંદગીમાં આધાકર્મી ન લેવાથી, દવા ન લેવાથી, હોસ્પીટલમાં દાખલ ન થવાથી જો મોત થઈ જાય એવી પરિસ્થિતિ હોય અને આ દોષો સેવવાથી મોતથી બચી શકાય એમ હોય તો ત્યાં અપવાદ જ સેવવો યોગ્ય છે. કેમકે એમાં સંયમવિરાધનારૂપી નાનો દોષ લાગશે, પણ આત્મવિરાધના રૂપી મોટો દોષ નહિ લાગે. પણ ઘણા લાંબા વિહારને કારણે શરીર સખત થાકી ગયું હોય, નબળું પડી ગયું હોય તે વખતે જો આધાકદિ ન લઈએ, પણ ચાર-પાંચ દિવસ આરામ કરી લઈએ અને શરીરનો થાક... નબળાઈ નીકળી જતા હોય... તો એ ચારપાંચ દિવસ નબળાઈ રહેવા છતાં, એનાથી સ્વાધ્યાયાદિમાં થોડોક વ્યાઘાત થવા છતાં પણ એ દોષ નાનો છે. પણ એને બદલે જો તરત આધાકર્માદિ વાપરી લેવામાં આવે, તો જો કે થાક-નબળાઈ તરત ઉતરી પણ જાય. (ગરમાગરમ તે તે વસ્તુઓ વાપરવાથી તરત સ્ફૂર્તિ આવે, એ સંભવિત છે. ) પરંતુ એમાં આધાકર્માદિ દોષોનું સેવન મોટો દોષ છે. ચાર-પાંચ દિવસ સ્વાધ્યાયનો થોડોક વ્યાઘાત થવો એ દોષ અને આધાકર્મી વાપરી લેવું એ દોષ એ બે વચ્ચે આધાકર્મી વાપરી લેવું એ દોષ વધુ ભયંકર છે. કેમ કે ધીરે ધીરે એના ખોટા સંસ્કારો પડી જવાની શક્યતા ત્યાં રહેલી છે. મુખ્યત્વે ત્રણ વિરાધના નજર સામે રાખવી. (૧) સંયમ વિરાધના (૨) આત્મવિરાધના (૩) શાસન-વિરાધના. આ ત્રણ વિરાધના ઉત્તરોત્તર ભયંકર છે. એટલે જ અપવાદના સ્થાનમાં પણ અપવાદ સેવવામાં જો મોટી વિરાધના થવાની હોય, એને બદલે ઉત્સર્ગ સેવવામાં જો નાની વિરાધના થતી હોય તો ત્યાં ઉત્સર્ગ જ સેવવો. પણ જો એનાથી વધુ હોય તો અપવાદ સેવવો. સંયમવિરાધનામાં પણ કઈ સંયમવિરાધના મોટી, કઈ નાની ? વગેરે પણ સૂક્ષ્મ રીતે વિચારવું પડે. એ રીતે આત્મવિરાધનામાં પણ સમજી લેવું. બધી જ આત્મવિરાધના બધી જ સંયમ વિરાધના કરતા મોટી જ છે, એવું પાછું નથી. થાક લાગવો, પગ દુખવા વગેરે પણ આત્મવિરાધના જ છે, પણ એની સામે આધાકર્માદિ દોષો રૂપી સંયમવિરાધના મોટી છે. * ૧૬૧ **** ******* Page #163 -------------------------------------------------------------------------- ________________ ૯ -૯-૧૯૯ ૯ - - - - - મહાવતો જાતક - ૯ - - - - વળી આ બધામાંય વ્યક્તિગત રીતે પાછા વિરાધનાના ગણિતો બદલાય. લાખોકરોડો-અબજો પ્રકારની પરિસ્થિતિઓ સર્જાતી હોય, એ દરેક પરિસ્થિતિઓ પાછી અબજો પ્રકારના જીવોમાં જુદી જુદી અસર પાડતી હોય... એટલે આ બધામાં કોઈ એક જ નિયમ બાંધી ન શકાય. મુખ્યત્વે મોક્ષને નજર સામે રાખીને બધો વિચાર કરવાનો હોય છે. નૂતન સાધુની માંદગી બે-ચાર દિન વધારે ચાલે, તો પણ જો એને આર્તધ્યાન ન થતું હોય તો એ માંદગીદોષને ગૌણ બનાવીને પણ એને આધાકર્માદિ ન પણ અપાય. કેમકે એ દોષો પેસી જવાનો ભય હોય. જો નૂતનનો વૈરાગ્ય પ્રચંડ હોય તો પછી દોષિત આપવામાં ઓછો દોષ.... એટલે (૧) અપવાદના સ્થાને ઉત્સર્ગ સેવવો, (૨) અપવાદના સ્થાને અપવાદ સેવવો, આ બંને વાતો અપેક્ષાએ સાચી છે, સ્પષ્ટ છે, શાસ્ત્રીય છે. હા ! ઉત્સર્ગના સ્થાને ઉત્સર્ગ જ સેવવો. ઉત્સર્ગના સ્થાને અપવાદ સેવન કદી હિતકારી બનતું નથી, ત્યાં તો ઉત્સર્ગસેવન જ હિતકારી બને. અતિ અતિ અતિ ઊંડા છે આ જિનશાસનના અણમોલ તત્ત્વો ! એ મુખ્યત્વે આત્માની પરિણતિના આધાર ઉપર રચાયેલા છે. ફરી યાદ કરી લો. (૧) ઉત્સર્ગસ્થાને ઉત્સર્ગસેવન હિતકારી બને. (૪) અપવાદસ્થાને અપવાદસેવન હિતકારી પણ બની શકે, ક્યારેક પરંપરાએ અહિતકારી પણ બની શકે. શિષ્ય : આપે ખૂબ ખૂબ ઉંડાણથી આ બધા પદાર્થો મને સમજાવ્યા, એ બદલ આપનો આભાર માનું છું પરંતુ હજી મને એક પ્રશ્ન એ થાય છે કે રાગજન્ય વિરાધના, દ્વેષજન્ય વિરાધના કે શક્તિનિગૂહનજન્ય વિરાધના એ ત્રણેય વિરાધનાને તમે મહાવ્રતોની ઘાતક ગણી છે. તો શું આવી વિરાધનાઓ કરનારના મહાવ્રતનો ઘાત થઈ જાય? તેઓ ગુણસ્થાન ગુમાવી બેસે ? નીચેના ગુણસ્થાનોમાં આવી જાય ? જો આવું માનવાનું હોય તો તો આજે લગભગ દરેકેદરેક સાધુ-સાધ્વીને રોજેરોજ આવી એકાદ વિરાધના તો થતી જ હશે, અને તો પછી તમામે તમામ સાધુના મહાવ્રતોનો ઘાત માનવો પડે. બધા મિથ્યાત્વી / અવિરતિધર માનવા પડે. શાસનનો વિચ્છેદ માનવો Page #164 -------------------------------------------------------------------------- ________________ * * * * * * *નું પ્રથમ મહાવત - જk : પડે. આ બધું શું માની શકાય ? તો પછી પાંચમાં આરાના અંત સુધી શાસન ટકવાની વાત જ ક્યાં રહી ? ગુરઃ ઉપરની ત્રણમાંથી જો કોઈપણ વિરાધના થાય તો મહાવ્રતનો ભંગ થાય એ તો નિશ્ચિત હકીકત છે. પણ ભંગ બે પ્રકારનો છે. (૧) દેશભંગ (૨) સર્વભંગ. જેમ કોઈ માણસને રોગ થાય, અકસ્માતુ થાય તો એમાં માણસ મરી જ જાય એવો નિયમ નથી. જીવલેણ રોગ કે જીવલેણ અકસ્માત થાય તો માણસ મરી જાય, પણ એ સિવાય તો માણસ માંદો પડે, પથારી ભેગો થાય, પણ મરી ન જાય. દવાઓ લઈને એ પાછો સાજો થઈ જાય. એવું જ આ મહાવ્રતો અંગે છે. રાગજન્યવિરાધના વૈષજન્ય વિરાધના શક્તિનિગૂહનજન્ય વિરાધના - આ ત્રણ દર્ષિક પ્રતિસેવા ગણાય. ગીતાર્થ/ગીતાર્થનિશ્ચિત કારણસર યતનાપૂર્વક દોષ સેવે તે કલ્પિક પ્રતિસેવા ગણાય. આ કલ્પિક-પ્રતિસેવામાં તો મહાવ્રતને કોઈ નુકસાન નથી, એનું પોષણ છે. દર્ષિક પ્રતિસેવામાં મહાવ્રતને નુકસાન થાય. દપિક પ્રતિસેવા રોગ જેવી છે, અકસ્માતુ જેવી છે. એનાથી મહાવ્રતનો વિનાશ પણ થાય કે મહાવ્રતને ઈજા પણ થાય. પ્રશ્ન : કઈ દર્ષિક પ્રતિસેવાથી મહાવ્રતોનો વિનાશ થાય અને કઈ દર્ષિક પ્રતિસેવાથી મહાવ્રતોને ઈજા થાય પણ મરણ ન થાય, એ દર્શાવશો ? ઉત્તર : હા ! શાસ્ત્રમાં કીધું છે કે सव्वे वि अइआरा संजलणाण उदयओ हंति બધા જ અતિચારો સંજવલનના ઉદયથી થાય. એ સિવાયના કોઈપણ કષાયના ઉદયથી મહાવ્રત મૂલથી છેદાઈ જાય. અર્થાત્ મહાવ્રતનું મોત થાય, ફરી દીક્ષા આપવી પડે. - એનો સાર એ કે કોઈપણ દર્ષિક પ્રતિસેવા પાછળ જો માત્ર સંજવલનકષાયનો જ ઉદય હોય તો ત્યાં મહાવ્રતને ઈજા થાય, અતિચાર લાગે, ... પણ સાધુપણું જતું ન રહે. છઠું ગુણસ્થાનક જતું ન રહે. એ તો ટકી રહે, માત્ર એમાં થોડીક નબળાઈ આવે. પણ કોઈપણ દર્ષિક પ્રતિસેવા પાછળ જો બાકીના કોઈપણ કષાયનો ઉદય હોય તો ત્યાં મહાવ્રતનું મૃત્યુ જ થાય. સાધુપણું જતું રહે, છઠ્ઠ ગુણસ્થાન જતું રહે. નહ-se-se-------------- ૧૬૩ ૦૯-૦૯-૯-૦૯-૯-૦૯-૦૯--૯-૦૯-૦૯-૦૯-૪૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો હવે અંદર કયા કષાયનો ઉદય છે, એ છદ્મસ્થ તો શી રીતે જાણી શકે ? પણ છતાં બહારની પ્રવૃત્તિના આધારે તે વખતે ‘કયા કષાયનો ઉદય છે' એનું અનુમાન કરવામાં આવે. પ્રાયશ્ચિત્ત આપવાની વિધિ એ આને જ આધારે ગોઠવાયેલી છે. આ આખાય પદાર્થને વ્યવસ્થિત સમજવા માટે આપણે કુલ છ વસ્તુ ઉંડાણથી સમજવી પડશે. (૧) નિરતિચાર - ઉત્સર્ગમાર્ગ. કોઈપણ દોષ વિના ઉત્સર્ગમાર્ગનું સેવન કરવું. (૨) સાતિચાર - ઉત્સર્ગમાર્ગ. સંજ્વલનોદયથી નાના દોષ સાથે ઉત્સર્ગમાર્ગનું સેવન કરવું. (૩) ઉન્માર્ગ - ઉત્સર્ગમાર્ગ. અન્ય કષાયોદયથી મોટા દોષ સાથે ઉત્સર્ગમાર્ગનું સેવન કરવું. (૪) નિરતિચાર - અપવાદમાર્ગ. કોઈપણ દોષ વિના અપવાદમાર્ગનું સેવન કરવું. (૫) સાતિચાર - અપવાદમાર્ગ. સંજ્વલનોદયથી નાના દોષ સાથે અપવાદમાર્ગનું સેવન કરવું. (૬) ઉન્માર્ગ - અપવાદમાર્ગ. અન્યકષાયોદયથી મોટા દોષ સાથે અપવાદમાર્ગનું સેવન કરવું. આ છ પદાર્થો આપણે બરાબર સમજવા છે. . ઉત્સર્ગમાર્ગ એટલે મોક્ષે જવા માટેનો સીધો-પાકો રસ્તો. અપવાદ માર્ગ એટલે મોક્ષે જવા માટેનો વાંકોચૂકો - કાચો રસ્તો. જેમ સીધા અને પાકા રસ્તે સડસડાટ આગળ વધી શકાય અને રસ્તો સીધો હોવાથી ભૂલા પડી જવાનો ભય પણ ન રહે. એમ નિર્દોષ ગોચરી વાપરવી - અજવાળામાં વિહાર કરવો - વર્ષે એકાદ-બેવાર જ કાપ કાઢવો - આયંબિલની ગોચરી વાપરવી - રાત્રે છ કલાક સિવાય બિલકુલ આરામ ન કરવો - સ્ત્રીપરિચયાદિ ન કરવા - · ટ્રસ્ટાદિ ન સ્થાપવા... આ બધો ઉત્સર્ગમાર્ગ એવો છે કે જો એને આચરીએ તો મોક્ષમાર્ગે ધડાધડ આગળ વધીએ. એમાં ક્યાંય ભૂલા પડી જવાનો ભય ન રહે. માથે કોઈ ચિંતા ન રહે. મસ્તીથી આગળ વધવાનું રહે. પણ સીધા-પાકા રસ્તે આગળ વધતી ગાડી પણ ક્યારેક મશીન બગડવાથી અટકી પડે, ધીમી પડે... ત્યારે મશીન સાજુ કરીને એ ગાડી પાછી આગળ વધે. એમ ઉત્સર્ગમાર્ગનું સેવન ચાલુ હોવા છતાં એમાં નાના-નાના દોષો લાગ્યા કરે. દા.ત. નિર્દોષ ગોચરી જ વાપરે, પણ ક્યારેક ઘરમાં દરેક વસ્તુની સૂક્ષ્મતપાસ કરવામાં પ્રમાદ સેવાઈ જાય. સામાન્ય તપાસ કરીને વહોરી લેવાય,... * ૧૬૪**** ** Page #166 -------------------------------------------------------------------------- ________________ ---------------૦૯-૦૯ ૦૯-- પ્રથમ મહાવત - - - - - - - - - - - - - આમ તો અજવાળામાં જ વિહાર કરે, પણ એમાં ઈર્યાસમિતિનો ઉપયોગ રાખવામાં ક્યારેક ચૂકી જવાય. ક્યારેક ઓછા અજવાળામાં વિહાર થઈ જાય... આમ તો વર્ષે એકાદવાર જ કાપ કાઢે, પણ એ વખતે વિભૂષા કરવાનો ભાવ જાગવાથી ઉંચામાંના સાબુ-સર્ફ વાપરવાની પ્રવૃત્તિ થાય... આમ તો અન્નપ્રાન્ત ગોચરી વાપરે, પણ એમાં ગરમ ઢોકળા - ઢોસાદિનો આસ્વાદ લેવા મન આતુર બની જાય.... દિવસે બિલકુલ ન ઉંધે, છતાં બેઠા-બેઠા દસ મિનિટ ઝોકા ખાઈ લે. બ્રહ્મચર્યની નવવાડો બરાબર પાળે, પણ ક્યારેક નજર પડી જાય અને રાગભાવ જાગી જાય. નજર તરત ખેંચી લે... આમ તો ટ્રસ્ટ વગેરે કશું ન સ્થાપે, છતાં “પોતાના થકી જે સંઘાદિ સ્થપાયા હોય એ તો બધા પોતાની સલાહ પ્રમાણે જ વર્તે' એવો ભાવ – મમત્વભાવ રહ્યા કરતો હોય. આમાં ઉત્સર્ગમાર્ગનું સેવન ચાલુ છે, પણ સંજવલનોદયથી પ્રેરાઈને એમાં નાના નાના દોષો સેવાય છે, એટલે આ સાતિચાર ઉત્સર્ગ માર્ગ કહેવાય. આમાં સાધુ મોક્ષ તરફ જે રીતે ઝડપથી આગળ વધતો હતો, એમાં થોડીક ઝડપ ઘટે. સંયમપરિણામ થોડાક અટકે, બસ, આમાં આટલુ નુકસાન છે. પણ એ મોક્ષથી દૂર નથી જતો. એ મોક્ષથી ઉંધા રસ્તે ફંટાઈ નથી જતો. જે અતિચારો લાગ્યા હોય, એની શુદ્ધિ કરીને એ પાછો મોક્ષ તરફ ધસમસતો દોડવા માંડે છે. જેમ પાકા રસ્તે પણ ક્યારેક ભયંકર અકસ્માત્ થવાથી લોકો મરણ પામે. પાકા રસ્તે પુષ્કળ ભીડ થઈ જવાથી ત્યાંથી આગળ વધી જ ન શકાય... એમ ઉત્સર્ગ માર્ગની પણ આ પરિસ્થિતિ હોઈ શકે છે. ' 'દા.ત. પોતે કે અન્ય સાધુ માંદો પડેલો હોય અને માંદગી ઘણી ગંભીર હોવાથી જીવ બચાવવા કે મોટી ખોડખાંપણ થતી અટકાવવા માટે તાત્કાલિક આધાકર્મી લેવું જ પડે તેમ હોય. તો પણ સાધુ “મરી જઈશ, પણ દોષિત નહિ વાપર, બીજાને પણ દોષિત નહિ લાવી આપું.” એમ વિચારી નિર્દોષ ગોચરી રૂપી ઉત્સર્ગમાર્ગ સેવે. બીજી બાજુ મૃત્યુ કે મોટી ખોડ ખાંપણ કે પુષ્કળ આર્તધ્યાનાદિ થાય... આવી જડતા છઠ્ઠા ગુણસ્થાનકની પરિણતિવાળાને ન હોય. એટલે આ સાધુનો ઉત્સર્ગમાર્ગ ઉન્માર્ગ રૂપ જ બની રહે છે. પાકા રસ્તે ભયંકર અકસ્માતથી મોત પામવા જેવું આ કૃત્ય બને છે. એમ ગ્લાન સાધુની સેવા માટે જલ્દી પહોંચવાની જરૂરિયાત હોવા છતાં અજવાળાનો વિહાર પકડી રાખી મોડા પહોંચવું - શાસનહીલના થાય એવી પરિસ્થિતિ સર્જાય તો પણ કપડાનો કાપ કાઢવાની ૯--૯--૨૯-૯-૪૯-૪- ૯-૯-૪-૨-૧૬૫ ૯-૦૯---૯--૯-૯-૪-૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ જ એક જ છે જે ૨૯૦૯-૦૯-૦૯ ૨૯ જજ મહાવ્રતો કે જે જે જાત જાત જાતના તૈયારી ન બતાવવી - આંખનું તેજ ખલાસ થઈ જાય, અંધાપો આવી જાય તો પણ આંબિલ પકડી રાખે, પણ ઉચિત વિગઈ વપરાશ ન કરે - છેદગ્રન્થાદિ જેવા પાઠો આખા ને આખા ઝોકા ખાવામાં જતા હોય અને એટલે જ બપોરે દસ-વીસ મિનિટ જો આરામ કરી લે તો આખો પાઠ ખૂબ જ સારી રીતે ચાલે તેમ હોય, તેમ છતાં શ્રુતજ્ઞાનને જતુ કરીને પણ બપોરે ન જ ઉંઘવા રૂપ ઉત્સર્ગમાર્ગ પકડી રાખે. સાધ્વીગણને સાચવવાની સંપૂર્ણ પાત્રતા-લાયકાત હોવા છતાં પણ “આ તો સ્ત્રી પરિચય છે.” એવા એવા વિચારોથી સાધ્વીગણની જવાબદારી ન સ્વીકારે, એમ વ્યાખ્યાનમાં બેનોની હાજરીને સ્ત્રીપરિચયરુપ ગણીને માત્ર ભાઈઓને જ વ્યાખ્યાનમાં આવવા દે... જે જડતા-અત્યાગ્રહ-મૂઢતા કહેવાય, તેવા પ્રકારનું વર્તન કરીને ઉત્સર્ગમાર્ગનું સેવન એ ઉન્માર્ગ રૂપે ઉત્સર્ગ બને છે. આમાં લગભગ સાચી સાધુતા ટકતી હોતી નથી. હવે વાત કરીએ કાચા રસ્તાની ! જ્યારે પાકા રસ્તા પર આગળ વધી ન શકાય, ત્યારે તે રસ્તો છોડીને કાચો રસ્તો અપનાવવો પડે. કાચો રસ્તો મુશ્કેલીવાળો હોય, ત્યાં આગળ વધવું કઠિન પડે... માટે જ મોટા ભાગે પાકા રસ્તે જ આગળ વધવામાં આવે છે. પણ પાકો રસ્તો આગળ તૂટી ગયો હોવાથી કે પાકો રસ્તો ભીડવાળો થઈ ગયો હોવાથી ત્યાં આગળ વધવું શક્ય ન બને, ત્યારે નાછૂટકે કાચો રસ્તો પકડાય. એમાં ખૂબ સાચવી સાચવીને આગળ વધવામાં આવે. આગળ જો પાછા પાકા રસ્તે આવી જવાતું હોય તો તરત આવી જવાય. કાચો રસ્તો ગમી જાય, એ શક્ય નથી. કેમ કે ત્યાં ધૂળ ઉડે, ખાડા-ટેકરા હોય, જલ્દી સહાય ન મળે. એમ જ્યારે ઉત્સર્ગમાર્ગ આચરી જ ન શકાય, ત્યારે અપવાદ અપનાવવાનો હોય છે. એ અપવાદ ઘણો અઘરો છે. કેમકે અપવાદમાર્ગમાં સુખશીલતાદિ દોષો પેસી જવાની અને યતના તૂટી જવાની ઘણી શક્યતાઓ છે.... માટે જ જો શક્ય હોય તો થોડું સહન કરીને પણ ઉત્સર્ગમાર્ગ જ આરાધવામાં આવે છે. પણ ઉત્સર્ગમાર્ગ આરાધવો શક્ય જ ન હોય, ઉત્સર્ગમાર્ગની આરાધના કરવા જતાં શાસનહીલના, આત્મવિરાધનાદિ મોટા દોષો ઉત્પન્ન થવાના હોય તો છેવટે કાચા રસ્તા જેવો અપવાદ અપનાવવામાં આવે છે. પણ આ અપવાદમાં ખૂબ જ સાચવી-સાચવીને આગળ વધવું પડે. રાગદ્વેષ ઊભા ન થઈ જાય, અયતના ઘૂસી ન જાય એનો ખાસ પ્રયત્ન કરવાનો હોય છે. હવે આ અપવાદમાર્ગ ત્રણ પ્રકારનો છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મહાવ્રત જો કારણસર યતનાપૂર્વક જ દોષ સેવવામાં આવે તો એ નિરતિચાર અપવાદ બની રહે. જેમ ગાડી કાચા રસ્તે પણ સાવધાનીપૂર્વક સડસડાટ આગળ વધી શકે, તેમ ગીતાર્થસાધુ કારણસર યતનાપૂર્વક દોષ સેવવા દ્વારા પણ મોક્ષ તરફ સડસડાટ આગળ વધી શકે છે. પણ એવું જો બને કે ગીતાર્થ સાધુ કારણસર જ દોષ સેવે, છતાં એની યતના સાચવવામાં થોડીક ગરબડો કરી બેસે. દા.ત. નિર્દોષ વસ્તુ માટે ત્રણ વાર તપાસ કરવાને બદલે માત્ર બે વા૨ જ તપાસ કરે, એમાં નિર્દોષ પ્રાયોગ્ય વસ્તુ ન મળતા ત્રીજીવારમાં જ દોષિત લઈ લે, આધાકર્મી કરાવે. આમાં યતનામાં થોડીક ઉણપ રાખી કહેવાય. અથવા તો દોષિતમાં પણ સ્થાપનાદિ દોષવાળી વસ્તુની તપાસ કરવાને બદલે મિશ્રાદિ દોષવાળી વસ્તુ અપનાવી લે. ગ્લાન સાધુ માટે વહેલા પહોંચવા અંધારામાં વિહાર કરવાની જરુર હોવાથી જ અંધારામાં વિહાર કરે. છતાં એમાં પાંચ વાગે વિહાર કરે તો પણ ચાલી શકે એમ હોવા છતાં જરાક સુખશીલતાદિ આવી જવાથી પોણા-પાંચે જ વિહાર કરી દે... શાસનહીલનાદિ અટકાવવા માટે જ વસ્ત્રોનો કાપ વધુ વાર કાઢે, છતાં માત્ર પાણીથી કાપ કાઢે તો પણ શાસનહીલના અટકવી શક્ય હોવા છતાં પણ સુખશીલતાથી પ્રેરાઈને સાબુ-સર્ફ વાપરે. એ ધોળા વસ્ત્રો પહેરવામાં જરાક રાગની અનુભૂતિ થાય. ખરેખર ઈન્દ્રિયની હાનિ ન થાય એ માટે વિગઈ વાપરે, પણ એમાં આસક્તિભાવ જાગી જાય. પાઠ સારો લેવા માટે જ બપોરે આરામ કરે, પણ એ દસ મિનિટ આરામથી પણ ચાલે તેમ હોવા છતાં ૨૦-૩૦ મિનિટ આરામ શરુ કરી દે... આ બધા અપવાદ સેવનો એવા છે કે એકદમ ચોખ્ખા નથી, નાના-નાના દોષો લાગેલા છે. માટે આ સાતિચાર અપવાદ કહેવાય છે. જે અપવાદ માત્ર સુખશીલતા, પ્રમાદ, આસક્તિ વગેરેથી પ્રેરાઈને જ સેવવામાં આવે, જેમાં અપવાદ સેવવાનું કોઈ કારણ જ ન હોય, અને સાધુ નિઃશંક બનીને દોષ સેવતો હોય તો એ અપવાદ હકીકતમાં ઉન્માર્ગ જ બની રહે છે. દા.ત. આસક્તિથી પ્રેરાઈને આધાકર્મી શીરો વગેરે કરાવે, શારીરિક સુખશીલતાને પરવશ બનીને રાત્રે જ વિહાર કરે, વિભૂષાના રાગથી કાયમ ધોળા-ધબ વસ્ત્રો પહેરે, વારંવાર કાપ કાઢે. આસક્તિને પરવશ બનીને પુષ્કળ વિગઈઓ વાપરે, વગર કારણે રોજ બપોરે એક-બે-કલાક ઊંઘી જાય... ૧૬૭ **** ** Page #169 -------------------------------------------------------------------------- ________________ ૯૯ - - - - - - - ૯૯૦૯૯-૯ મહાવતો કે ૯-- ૧૯૯૯ - - - - - આ બધા ઉન્માર્ગ રૂપ અપવાદો છે. સામાન્યથી એમ કહી શકાય કે (૧) જ્યાં કારણસર યતનાપૂર્વક દોષસેવન છે, તે નિરતિચાર - અપવાદા (૨) જ્યાં કારણસર દોષસેવન છે, પણ યતનામાં થોડી ગરબડ છે, તે સાતિચાર અપવાદ. (૩) જ્યાં કારણ વિના દોષસેવન છે, છતાં યતના પાલન કરે છે... તે સાતિચાર અપવાદ (૪) જ્યાં કારણ વિના દોષસેવન છે, યતના પણ નથી. તે ઉન્માર્ગ અપવાદ આમાં બીજા ભાંગાના સાતિચાર અપવાદ કરતા ત્રીજા ભાંગાનો સાતિચાર અપવાદ વધુ દોષવાળો છે. કેમકે કારણ હોવું અને યતના હોવી એમાં “કારણ હોવું એ વાત વધુ મહત્ત્વની છે માટે જ કારણસર છતાં યતનામાં ગરબડ સાથે દોષ સેવાય તો એમાં શાસ્ત્રોએ અલ્પ પ્રાયશ્ચિત્ત દર્શાવેલું છે. એને બદલે યતના સાથે પણ કારણ વિના જ દોષ સેવાય તો એમાં વધુ પ્રાયશ્ચિત્ત દર્શાવેલું છે. આમાં જેઓ સાતિચાર અપવાદ સેવે છે, તેઓ જો મંદ પરિણામવાળા હોય તો ધીરે ધીરે ઉન્માર્ગ અપવાદ સેવતા થઈ જ જાય. અર્થાત્ કારણસર દોષ સેવતા સેવતા ધીરે ધીરે કારણ વિના પણ દોષ સેવતા થઈ જાય. યતના પૂર્વક દોષ સેવતા સેવતા ધીરે ધીરે યતના વિના પણ દોષ સેવતા થઈ જાય. કારણ કે યતના જે હોય અને ધીરે ધીરે ગુમાવી બેસે. જેઓ તીવ્ર ચારિત્રપરિણામવાળા છે, તેઓ પ્રાયઃ કારણ વિના તો દોષ સેવે નહિ. કેમકે તીવ્રચારિત્રપરિણામની હાજરીમાં કારણ વિના દોષ સેવવાની પ્રવૃત્તિ પ્રાય: શક્ય નથી. હા ! તેઓ પ્રમાદાદિને વશ થઈ અયતના સેવી બેસે અને એ રીતે સાતિચાર અપવાદ સેવી બેસે, એ શક્ય છે. પણ તેઓનો ચારિત્રપરિણામ તીવ્ર હોવાથી તેઓ ધીમે ધીમે નિરતિચાર અપવાદ તરફ, નિરતિચાર ઉત્સર્ગ તરફ જ આગળ વધે છે. આ છ વસ્તુઓમાં પણ કેટલીક અગત્યની બાબતો છુપાયેલી છે. જે જીવની પરિણતિની વિચિત્રતાઓ સૂચવે છે. (ક) નિરતિચાર ઉત્સર્ગ સેવનારાની લોકો ખૂબ પ્રશંસા કરે, ચારે બાજુ વાહ-વાહ થાય તો એવું પણ બને કે એ સાધુ નિરતિચાર ઉત્સર્ગમાં એવો આગ્રહવાળો બની જાય કે પછી ગમે એટલા નુકસાનો વચ્ચે પણ એ ઉત્સર્ગને જડતા સાથે પકડી રાખનારો બને. જો આવું થાય તો નિરતિચાર ઉત્સર્ગનો સ્વામી સાધુ ઉન્માર્ગ-ઉત્સર્ગનું સેવન કરનારો બની જાય. (ખ) નિરતિચાર ઉત્સર્ગવાળો જીવ પણ ધીમે ધીમે જો પ્રમાદાદિને પરવશ બને તો Page #170 -------------------------------------------------------------------------- ________________ • પ્રથમ મહાવ્રત ** સાતિચાર ઉત્સર્ગનો માલિક બને. (ગ) સાતિચાર ઉત્સર્ગવાળો જીવ સદ્ગુરુનું માર્ગદર્શન, અતિચારોની આલોચના, તીવ્ર ચારિત્રપરિણામ વગેરે દ્વારા નિરતિચાર ઉત્સર્ગ તરફ આગળ વધતો જાય. (ઘ) સાતિચાર ઉત્સર્ગવાળા જીવમાં જો અતિચારોની આલોચના વગેરે ન હોય, ઓછા હોય તો ધીમે ધીમે તે સાતિચાર-અપવાદ તરફ, ઉન્માર્ગ-અપવાદ તરફ ઢળી જાય. (ચ) નિરતિચાર અપવાદ પણ વિશ્વાસપાત્ર નથી, કેમકે જેનો ચારિત્રપરિણામ મંદ હશે, તે નિરતિચાર અપવાદ સેવતા સેવતા જ સાતિચાર અપવાદમાં અને છેવટે ઉન્માર્ગ અપવાદમાં ઢળી જશે. આ સૌથી મોટું ભય સ્થાન છે. આ અપવાદ એવો લીસો પત્થર છે, કે જેમાંથી લપસીને પતનની ખાઈમાં પડી જવાનું જોખમ ખૂબ ખૂબ રહે છે. (છ) ઉન્માર્ગ ઉત્સર્ગ કે ઉન્માર્ગ અપવાદ બેમાંથી એકેયમાં ચારિત્ર પ્રાયઃ સંભવિત નથી. (જ) ઉન્માર્ગ ઉત્સર્ગમાં તો પ્રાયઃ સમ્યક્ત્વ પણ સંભવિત નથી. કેમ કે સમ્યકત્વી આત્મામાં આવા પ્રકારની જડતા પ્રાયઃ સંભવિત જ નથી કે એ મોટા નુકસાનો સ્વીકારીને પણ ઉત્સર્ગ પકડી રાખે. પણ ઉન્માર્ગ અપવાદમાં જો પશ્ચાત્તાપ હોય તો એમને સમ્યકત્વની સંભાવના ખરી. તે જીવો જે નિષ્કારણ અને વગર યતનાએ દોષ સેવે છે, તે તો ચારિત્રમોહનીય કર્મનો ભયાનક મહિમા છે. પણ એ વખતે પણ પશ્ચાત્તાપાદિ હોઈ શકે છે. એટલે એમને સમ્યક્ત્વની સંભાવના છે. સંવિગ્નપાક્ષિકો આ ભૂમિકામાં જ છે. તેઓ આમ ઉન્માર્ગ અપવાદના સેવનારા છે, છતાં પશ્ચાત્તાપાદિ હોવાથી તેઓ સમ્યગ્દષ્ટિ છે. કેવી વિચિત્રતા ! ઉન્માર્ગ ઉત્સર્ગનું સેવન પ્રાયઃ મિથ્યાત્વમોહના ઉદયથી થાય, ચારિત્રમોહોદયથી નહિ. ઉન્માર્ગ અપવાદનું સેવન ચારિત્રમોહના ઉદયથી થાય, મિથ્યામોહોદય ત્યાં ન પણ હોય. આ તો અમુક બાબતો જ બતાવી. આવી તો ઘણી ઘણી વિશેષતાઓ આ છ પદાર્થ અંગે વિચારી શકાય. ફરી એ વાત કે જીવની પરિણિત અનેકાનેક પ્રકારની સંભવે છે, અને માટે જ આ બધી બાબતમાં કોઈપણ એકાંત બાંધી શકાતો નથી. કરોડો-અબજો પ્રકારની પરિણતિઓની વિશેષતાઓ લખીને દર્શાવવી અશક્ય છે. એ જેમ જેમ નજર સામે ઉપસ્થિત થાય, તેમ તેમ એની સમજણ પ્રાપ્ત થતી જાય. એટલે ‘જેટલી વિશેષતાઓ જણાવી છે, એટલી જ છે.’ એમ પણ ન માનવું કે ‘એ અંતિમ સત્ય છે.' એમ પણ ન માનવું. ૧૬૯ Page #171 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * મહાવતો * પ્રશ્ન : શાસ્ત્રીય યતના દોષસેવન વખતે કરવાની હોય છે, પણ એ દરેક દોષસેવન વખતે શાસ્ત્રીય યતના કરવી જ પડે ? યતના ન કરો તો ન જ ચાલે એવું ખરું ? ઉત્તર : આધાકર્માદિ દોષ કયા કારણસર સેવવો પડે છે, એના આધારે નક્કી થાય કે ત્યાં યતના અવશ્ય સેવવી જ પડે કે યતના સેવ્યા વિના દોષ સેવાય ? કારણો બે પ્રકારના હોય છે. (૧) આગાઢ (૨) અનાગાઢ એમાં જે માંદગી વગેરે કારણો અનાગાઢ હોય, બે-ત્રણ કલાક નિર્દોષ વસ્તુ માટે તપાસ કરવામાં આવે તો પણ ગ્લાનને વાંધો આવવાનો ન હોય... એવી પરિસ્થિતિમાં યતના સેવવી જ પડે. ત્યાં નિર્દોષ માટે ગવેષણા કરવી, એ ન મળે તો નાનામાં નાના દોષવાળી વસ્તુ લેવી, એ ન મળે તો છેવટે મોટા-મોટા દોષો વાળી ગોચરી લેવી. એ યતના સેવવી જ જોઈએ. જો એ યતના ન સેવવામાં આવે તો અતિચાર લાગે એ બહુ સ્પષ્ટ વાત છે. આ પ્રમાદ ધીરે ધીરે અનાચાર તરફ પણ ખેંચી જાય તો નવાઈ નહિ. એટલે અનાગાઢ કારણોસર જ્યારે દોષ સેવવામાં આવે, ત્યારે તો યતનાનું સેવન કરવું જ પડે. આ શાસ્ત્રીય યતના દરેકે દરેક દોષો અંગે જુદા જુદા પ્રકારની હોય. ગીતાર્થો એ યતનાનું સ્વરૂપ જાણતા હોય. એટલે તેઓ કે તેમની નિશ્રામાં રહેલા સાધુઓ એ યતનાને સાધી શકે. પણ જયારે આગાઢ કારણોસર દોષ સેવવાનો વખત આવે, ત્યારે એમાં “હાજર સો હથિયાર” એ ન્યાય લગાડવાનો હોય છે. ત્યાં કોઈપણ યતના હોતી નથી. ત્યાં અયતના એ જ યતના. આગાઢ કારણ વખતે યતના કરવા જાય એ તો મોટી અયતના ગણાય. દા.ત. ગ્લાન સાધુનું B.P. એકદમ ઘટી જાય, તત્કાલિક-ઉપચાર ન થાય તો મૃત્યુ થવાની સંભાવના દેખાય. એવી પરિસ્થિતિમાં નિર્દોષ બલવણની શોધ કરવા ન નીકળાય, વહેલામાં વહેલી તકે દોષિત બલવણ પણ એને પાણીમાં વપરાવીને જીવ બચાવી લેવાય. એટલે આવા આગાઢ કારણો વખતે અયતના એ જ યતના છે.. આવા આગાઢ કારણો વખતે યતના એ જ અયતના છે. એમ અચાનક રસ્તામાં એક્સીડન્ટ થાય, જો જલ્દી હોસ્પીટલ પહોંચાડવામાં આવે તો બચી જવાની સંભાવના હોય. નહિ તો કાળધર્મ થાય. આ રીતે સાધુજીવન જતું રહે, એ યોગ્ય નથી. અપવાદ સેવીને પણ સાધુજીવન બચાવી લેવું જોઈએ. ઓઘનિ.માં સવ્વસ્થ સંગમ એ ગાથામાં આ જ વાત કરવામાં આવી છે. હવે એ વખતે સાથેનો સાધુ યતનાનો વિચાર કરે કે “શક્ય હોય તો પહેલા ડોળીમાં લઈ જાઉં, એ શક્ય ન હોય Page #172 -------------------------------------------------------------------------- ________________ --- પ્રથમ મહાવત -- --- -- તો વહીલચેરમાં, એ શક્ય ન હોય તો ત્રણ પૈડાવાળા રીક્ષાદિ વાહનમાં લઈ જાઉં, એ પણ શક્ય ન હોય તો છેવટે ચાર પૈડાવાળા વાહનમાં લઈ જાઉં...” જો આ બધી યતના કરવામાં વિલંબ કરે, તો સાધુ મરી પણ જાય. એટલે જ આવી યતના તે વખતે અયતના જ ગણાય. એને બદલે ત્યારે તત્કાળ જે પણ વાહન મળે, એમાં સાધુને મૂકીને હોસ્પીટલ પહોંચાડીને બચાવી લેવો, પાછળથી પ્રાયશ્ચિત્ત કરાવી લેવું અને એ રીતે સંયમજીવન બચાવવું... એ જ મોટી યતના છે. એટલે આ વાત બરાબર ધ્યાનમાં રાખવી કે આગાઢ કારણ હોય તો અયતના જ યતના. “હાજર સો હથિયાર’ ન્યાય લાગે. આગાઢ કારણ ન હોય તો યતના જ યતના. અકસ્માત્ થાય, પણ મોત આવે એવું ન હોય. સામાન્ય ઘસરકો લાગ્યો હોય, છતાં ચાલીને જવું શક્ય ન હોય, એ વખતે ઉપર પ્રમાણે યતના કરવામાં આવે તો હજી ચાલે. કેમ કે મોટું કોઈ નુકસાન નથી. શિષ્ય : યતના ની વ્યાખ્યા શું ? १२ : बहुतरासत्प्रवृत्तिनिवृत्तिसाधिका चेष्टा यतना જ્યારે દોષ સેવવાનો જ હોય, ત્યારે વધુ દોષ સેવવાથી પણ કામ થતું હોય, અને ઓછા દોષ સેવવાથી પણ કામ પતતું હોય. એ વખતે શક્ય હોય એટલું મોટા દોષોનું વારણ કરવું અને શક્ય હોય એટલા ઓછામાં ઓછા દોષોમાં પતાવવું એ રીતની પ્રવૃત્તિ એ યતના. દા.ત. સ્થાપના દોષની વસ્તુથી ચાલી જાય, તો મિશ્રાદિવાળી વસ્તુ ન લેવી. અંધારામાં પણ અડધો કલાક જ વહેલો વિહાર કરવાથી ચાલી જાય, તો પોણોકલાક વહેલો વિહાર ન કરવો કાપ પણ મહિને કાઢવાથી, અને વળી સોડાખારમાં કાઢવાથી ચાલી જાય, તો ૨૦ દિવસે ન કાઢવો, સાબુ સર્ફ ન વાપરવા. બપોરે ઉંઘવું જરૂરી હોય તો પણ જો દસ મિનિટ ઉંઘવાથી ચાલી જાય તો વીસ મિનિટ ન થવા દેવી. આવું અનેકાનેક બાબતોમાં સમજી લેવું. શિષ્ય ! ઘણો વિસ્તાર થઈ ગયો, પણ પદાર્થ સ્પષ્ટ રીતે સમજાવવા માટે આ વિસ્તાર જરૂરી હતો. તારો મુખ્ય પ્રશ્ન એ હતો કે “પર્કયની હિંસાથી જો મહાવ્રતનો ઘાત થયો હોય, Page #173 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો તો બધાને મહાવ્રતનો ઘાત થઈ ચૂકેલો માનવો પડે.' એનું સમાધાન આ જ કે માત્ર ષટ્કાય હિંસાથી મહાવ્રતનો ઘાત થતો જ નથી. જો કારણસર યતનાપૂર્વક ષટ્કાયઘાત થતો હોય તો એ અપવાદમાર્ગ જ છે. પણ જો પ્રમાદાદિથી ષટ્કાયનો ઘાત થાય તો મહાવ્રતનો ભંગ થાય. એ ભંગ પણ દેશભંગ અને સર્વભંગ એમ બે પ્રકારે છે. દેશભંગ થાય તો પણ ચારિત્ર ટકે છે, માત્ર એને ઈજા થાય છે. પશ્ચાત્તાપાદિ મલમપટ્ટા દ્વારા એ ઈજાને દૂર કરી શકાય છે. શિષ્ય : તમે કહ્યું કે પ્રમત્તયો શાસ્ત્રાળવ્યપરોપળ હિંમા... પણ ધારો કે પ્રમાદયોગ હોવા છતાં પણ જો જીવ મરે જ નહિ, તો ત્યાં હિંસા ગણાય? ત્યાં કર્મબંધ થાય ? ગુરુ ઃ મેં પહેલાં જ વાત કરી કે વ્યવહારમાં ત્યાં ભલે હિંસા ન કહેવાય, છતાં નિશ્ચયનયથી તો ત્યાં હિંસા ગણાય જ, અને એ અનુસારે કર્મબંધ પણ થાય જ. બહાર એક કીડી મરે છે કે બે કીડી મરે છે કે એકેય નથી મરતી... ખરેખર એના આધારે કર્મબંધ થતો જ નથી. જે કર્મબંધ થાય છે, એ જીવના પ્રમાદયોગને આધારે થાય છે. શ્રી સૂયગડાંગસૂત્રમાં અનેકાન્તવાદનું વર્ણન કરતી વખતે આ વાત બહુ સ્પષ્ટ રીતે દર્શાવી છે. કીડી મરે એટલે કર્મબંધ ઓછો, ને હાથી મરે તો કર્મબંધ વધારે... આ વ્યવહારને માન્ય વસ્તુ છે. અને એ ૯૯% સાચું છે. બાકી જો કીડીમરણ વખતે ભયંકર તીવ્ર અધ્યવસાય હોય તો એમાં કર્મબંધ વધારે થાય. જો હાથી આપણા દ્વારા અજાણતા મરે તો એમાં કર્મબંધ ન થાય, ઓછો થાય. આવી તો ઢગલાબંધ બાબતો છે. નિશ્ચયનયના આધારે જો વિચારીએ તો એ વાત એકદમ સ્પષ્ટ છે કે સાધુને જો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય કે પ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય થાય તો બાહ્ય હિંસા હોય કે ન હોય... નક્કી સાધુપણું જાય જ. કેમકે આ કષાયનો ઉદય છઠ્ઠ ગુણસ્થાને હોતો જ નથી. નીચેના ગુણસ્થાનોમાં જ હોય છે. જ્યારે સાધુને જો માત્ર સંજ્વલન કષાયનો જ ઉદય હોય તો બાઘહિંસા હોય તો પણ સાધુનું છઠ્ઠું ગુણસ્થાન જતું નથી જ. પણ આ શુદ્ધ નિશ્ચયનય છે. વ્યવહારનું નિરૂપણ તો અમે પૂર્વે કરી જ ગયા છીએ. આ જ બધા પદાર્થો બધા જ મહાવ્રતોમાં સમજી લેવાના છે. ક **** ********26 ** Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩. સર્વથા મષાષાવાદ વિરમણ મહાવ્રત સૌ પ્રથમ આ મહાવ્રતનું સૂત્ર જોઈ લઈએ. अहावरे दुच्चे भंते महव्वए सव्वाओ मुसावायाओ वेरमणं सव्वं भंते मुसावायं पच्चक्खामि, से कोहा वा लोहा वा भया वा हासा वा नेव सयं मुसं वइज्जा, नेवन्नेहिं मसं वायाविज्जा, मसं वयंते वि अन्ने न समजाणिज्जा । जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समाजाणामि तस्स भंते पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । હવે આનો વિસ્તારથી અર્થ જોઈએ. આનો ઘણો ખરો અર્થ તો પૂર્વની જેમ જ સમજી લેવો. જે નવી બાબતો છે તે વિચારીએ. પ્રમત્તયો – ઉમિયાન મૃણા આ તત્ત્વાર્થસૂત્ર-વૃત્તિનો સાર છે. પ્રમાદયોગથી જૂઠું બોલવું એ મૃષા. પ્રમાદયોગ એટલે ક્રોધ, લોભ, માન, માયા એ ચાર કષાય. પ્રમાદયોગ એટલે ભય, રતિ, અરતિ, જુગુપ્સા, શોક, હાસ્ય, એ છ નોકષાય. મહાવ્રતનું જે સૂત્ર છે. એમાં વોહી વા તોહા વા એમ બે કષાયોનો ઉલ્લેખ કરેલો છે. એનાથી ચારેય કષાયો સમજી લેવાના છે. એમ મય વા રીસા વી એમ બે નોકષાયોનો ઉલ્લેખ કરેલો છે. એનાથી છ નોકષાય સમજી લેવાના છે. . એટલે સાર એ આવ્યો કે ચાર કષાયોથી કે છે નોકષાયોથી પ્રેરાઈને જે ખોટું બોલવામાં આવે તે જ મૃષા. જો કષાયોથી કે નોકષાયોથી પ્રેરાયા વિના જ કોઈક કારણસર યતનાપૂર્વક ખોટું બોલવામાં આવે તો એ મૃષા ન ગણાય. એમાં મહાવ્રતનો ભંગ થતો નથી. પણ કર્મક્ષયની જ પ્રાપ્તિ થાય છે. " શિષ્ય : કષાયોથી અને નોકષાયોથી પ્રેરાઈને જૂઠું શી રીતે બોલાય ? એ સમજાવશો. ગુર : આ આખો પદાર્થ અષ્ટપ્રવચનમાતા પુસ્તકમાં ભાષાસમિતિના વર્ણનમાં વિસ્તારથી બતાવેલો જ છે. છતાં અહીંપણ એ આખો પદાર્થ ફરી તને દષ્ટાંતો સાથે દર્શાવું છું. Page #175 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો (૧) ક્રોધમુષા ઃ કોઈક સાધુ કે શ્રાવક પ્રત્યે ગમે તે કારણે ગુસ્સો હોય તો એનામાં જે દોષો ન હોય એ પણ ખોટી રીતે ઉભા કરીને બીજાઓને કહેવા એ ક્રોધમૃષા ! એમ એનો દોષ નાનો હોય તો પણ ક્રોધથી પ્રેરાઈને એ દોષને મોટો કરી દેખાડવો. દા.ત. ચોમાસામાં કોઈક ટ્રસ્ટી સાથે બગડ્યું હોય તો સાધુ સંઘને કે ગુર્વાદિને જણાવે કે “આ ટ્રસ્ટીના વહીવટના કોઈ ઠેકાણા નથી, ગોટાળા છે. પૈસા ખાઈ જતા હોય તોય ભગવાન જાણે ! અને એનો સ્વભાવ પણ સારો નથી. બધા સાથે બગાડે છે..." આ બધુ ક્રોધમૃષા છે. હકીકત તો એ છે કે એ ટ્રસ્ટી ખરેખર એવો હોય તો પણ આ મૃષા જ ગણાય કેમકે આ બધુ બોલવા પાછળ ખરેખર તો ક્રોધકષાય જ ભાગ ભજવે છે. એમ જે સહવર્તીઓ સાથે અણબનાવ હોય, જેમના પ્રત્યે મનમાં કોઈપણ કારણોસર રોષ હોય, એમના સાચા કે ખોટા દોષો કોઈની આગળ પ્રગટ કરવા... એ બધો મૃષાવાદ જ છે. ભલે ને એ દોષો પેલા સહવર્તીમાં હોય... ટૂંકમાં કોઈપણ જીવ પ્રત્યેના ક્રોધભાવથી પ્રેરાઈને સાચું કે ખોટું ગમે તે બોલો, એ બધું જ મૃષા. (૨) માનમૃષા : અહંકારથી પ્રેરાઈને પોતાના ગુણોની, પોતાના કાર્યોની, પોતાની સફળતાઓની પ્રશંસા કરવી એ માનમૃષા ! “મારા વ્યાખ્યાનથી ઘણા લોકો પામે છે. મારું સંયમ જોઈને ભલભલાના વિચારો બદલાઈ જાય છે. મારી વૈયાવચ્ચથી ગુરુ તો ખૂબ ખૂબ ખુશ છે. ગચ્છની ભક્તિ કરવાનો લ્હાવો મને જ ઘણો મળે છે... હું બ્રહ્મચર્ય બાબતમાં કટ્ટર છું. કશી ઘાલમેલ ચલાવું નહિ. અને હું કદી પૈસાની વાતમાં પણ પડતો નથી સાધુ પોતાના સંયમની, તપની, વૈયાવચ્ચની, સ્વાધ્યાયની, શાસનપ્રભાવનાની બીજા આગળ પ્રશંસા સીધી કે આડકતરી રીતે કરે, એમાં મન પ્રસન્નતા અનુભવે... એ બધું માનમૃષાવાદ છે. અહીં પણ એ સમજી લેવાનું છે કે સાધુના આ ગુણો ખોટા હોય કે સાચા હોય, સાધુના મનમાં માનકષાય પ્રગટેલો હોવાથી વિદ્યમાન કે અવિદ્યમાન કોઈપણ સ્વગુણની પ્રશંસા એ માનમૃષા બની રહે છે. અહંકારીને પોતાના પ્રતિસ્પર્ધીની ઈર્ષ્યા થવાની. એટલે જ એના સાચા-ખોટા દોષોની નિંદા કરવાની પ્રવૃત્તિ પણ થવાની. આમાં હકીકતમાં તો માનકષાયથી જ આ નિંદા થતી હોય છે. માટે આવી નિંદા એ પણ માનમૃષા ગણાય. “પેલો સાધુ વ્યાખ્યાન ભલે સારું આપે, પણ કશું ફળ તો દેખાતું નથી. કોઈ નક્કર *** ૧૭૪******* *** Page #176 -------------------------------------------------------------------------- ________________ સર્વથા મૃષાષાવાદ વિરમણ મહાવ્રત કાર્ય તો થયું નથી. પેલો સાધુ સંયમી હોવાનો દેખાવ કરે છે, પણ અંદરખાને કેટલો અસંયમ છે, એ તો મને ખબર છે. પેલો વૈયાવચ્ચ કરે છે... પેલો સાધુ બ્રહ્મચર્યની વાતો કરે છે. પણ સાધ્વીઓ સાથે અને બેનો સાથે પરિચય કેટલો બધો છે ! આવા સાધુ બ્રહ્મચર્યમાં નિર્મળ હોય એ શક્ય જ નથી...” આ બધા શબ્દો પારકાની નિંદારૂપ છે, એ સાચા હોય કે ખોટા પણ જો બોલનાર સાધુ અહંથી જન્મેલી ઈર્ષ્યાથી પ્રેરાઈને આવા શબ્દો બોલતો હોય તો એ બધા શબ્દો માનમૃષા ગણાશે. (૩) માયામૃષા : સ્વામીવાત્સલ્ય કે મોટા જમણવારાદિમાં ત્રણ-ચાર મીઠાઈઓ હોય, સાધુ ને એ વાપરવાની ઈચ્છા થાય પણ એ માટે બહાનું એવું કાઢે કે “આજે મારે પિત્ત થઈ ગયું છે, અશક્તિ પણ લાગે છે. એટલે પૌષ્ટિક વાપરવું પડશે. દાળ શાકમાં તો મરચુંતેલ હોવાથી એ પિત્ત કરનારા બને છે.” અને એ રીતે મિષ્ટાન્નાદિ ખૂબ વાપરે. તાવ વગેરે માંદગી આવી હોવાથી એ દિવસો દરમ્યાન માંડલીનું કામ ન કર્યું હોય, પણ સાજા થઈ ગયા બાદ પણ માંડલીનું કામ ન કરવું પડે, એ માટે “મારે હજી સારું નથી. અંદર કસર લાગે છે. તમે મને બે-ચાર દિન કામ નહિ સોંપતા.” એમ કહીને બે-ચાર દિન કામ ન કરે... ગુરુ પાસે આલોચના કરે ત્યારે પોતાના અગત્યના પાપો છુપાવીને બીજા પાપો કહે. અથવા તો અગત્યના પાપો પણ સ્પષ્ટતાપૂર્વક કહેવાને બદલે મોઘમમાં કહે... આ બધામાં એણે કહેલી વાત સાચી હોય તો પણ એ પોતાના મનના ભાવોને છુપાવવાનું કપટ તો કરે જ છે. એટલે જ એ માયામૃષા કહેવાય. જેમકે કોઈક સાધુનું શરીર એવું નબળું હોય કે એ આયંબિલ કરે, તો તરત અશક્તિ આવી જાય. બીજી બાજુ એ સાધુનું મન પણ એવું હોય કે વિગઈઓની આસક્તિને લીધે એ આંબલિ ક૨વા તૈયા૨ ન હોય. હવે એ સાધુને કોઈ પૂછે કે “તમે કેમ આંબિલ નથી કરતા ?’’ અને સાધુ જવાબ આપે કે “આંબિલ કરું તો મારા શરીરમાં અશક્તિ ખૂબ જ આવી જાય છે. માટે હું આંબિલ નથી કરતો.” તો એની વાત સાચી છે. છતાં પોતાની આસક્તિનો સ્વીકાર નથી કરતો. એ દોષને છુપાવે છે, એટલે એ માયામૃષા ગણાય. (૪) લોભમૃષા : વસ્તુની આસક્તિથી પ્રેરાઈને સાધુ કૃષા બોલે તો એ લોભમૃષા ! દા.ત. પવનવાળી જગ્યાના લોભથી સાધુ બોલે કે “મને ગરમી સખત લાગે છે, ગભરાટ થાય છે. મને આ જગ્યાએ રહેવા દો...... એમ મોહનથાળ અને રસમલાઈ બે મીઠાઈ આવી હોય, ત્યારે રસમલાઈના લોભને લીધે સાધુ બોલે કે “મને ચણાના લોટની વસ્તુ નહિ ચાલે, મને વાયુ થાય છે.” આ રીતે મોહનથાળની આડકતરી ૧૭૫ Page #177 -------------------------------------------------------------------------- ________________ છે કે જેના - - - - - - - મહાવતો -- ------------------- ના પાડી દે અને રસમલાઈ મેળવે તો એ લોભમૃષા છે. કોઈકને સ્ત્રીઓ તરફ જોવાની કુટેવ હોય, બહાર અમુક સમયે કૉલેજદિને કારણે ઘણી અવરજવર હોય. સાધુ “હું ઠલ્લે જાઉં છું” એમ કહીને જાણી જોઈને આ જ સમયે ઠલ્લે જવા માટે નીકળે એની પાછળનો આશય કુટેવ પોષવાનો હોય... આ બધામાં પણ એણે કરેલી વાત સાચી હોય તો પણ જો આ બોલવા પાછળ આસક્તિનો ભાવ ઉભો થયેલો હોય તો એ લોભમૃષા ગણાય. ટુંકમા સાચું બોલે કે ખોટું બોલે પણ જો લોભથી પ્રેરાઈને બોલે તો એ લોભમૃષા જ ગણાય. (૧) ભયમૃષા : “ગુરુ ઠપકો આપશે એવા ભાવથી સાધુ જૂઠું બોલે તે ભયમૃષા ! દા.ત. “આટલી બધી ગોચરી વધી કેમ પડી ? કોણ વધારે ગોચરી લાવ્યુ ?” એમ ગુરુ પૂછે ત્યારે શિષ્ય ગભરાઈને જવાબ આપે કે “હું વધારે લાવ્યો જ નથી. હું માપસર જ ગોચરી લાવ્યો છું.” અચાનક કોઈક દિવસ ગુરુ બધાને પૂછે કે “તમે રોજ કેટલા કલાક સ્વાધ્યાય કરો છો ? રાત્રે પ્રતિક્રમણ પછી સ્વાધ્યાય કેટલો ?” એ વખતે કોઈક સાધુ આખો દિવસ માંડ બે-ત્રણ કલાક સ્વાધ્યાય કરતો હોય, રાત્રે પ્રતિક્રમણ પછી વાતચીતમાં જ સમય પસાર કરતો હોય એ ગુરુના ભયથી એમ કહે કે “રોજ પાંચ-છ કલાક સ્વાધ્યાય કરું છું. રાત્રે પ્રતિક્રમણ બાદ ધર્મગોષ્ઠી કરું છું. કોઈ સાધુ ગોચરી વહોરવા માટે ભક્તોને ત્યાં જાય, ત્યાં ઉપદેશ આપવા વગેરેમાં ખાસ્સો સમય પસાર થઈ ગયા બાદ મોડો મોડો ઉપાશ્રયે આવે. સાધુઓ ગોચરીની રાહ જોઈને બેઠા હોય, “કેમ આટલું મોડું થયું ?” એમ બધા પૂછે ત્યારે સાધુ બધાનો ઠપકો મળવાના ભયથી અને પોતાની નિંદા થવાના ભયથી એમ કહે કે “ગોચરી દૂર ગયેલો અને સાંજે ગોચરી મળતી જ ન હતી. માંડ માંડ બધું પૂરું કર્યું છે. ભયથી પ્રેરાઈને આવું જે કંઈ પણ બોલવામાં આવે, એ સાચું હોય કે ખોટું હોય... બધું મૃષાવાદ ગણાય. (૨) શોકમૃષા : માતા, પિતા, ગુરુ, શિષ્ય, મિત્ર, સ્નેહી વગેરેમાંથી કોઈકનું મરણ થાય અને એના આઘાતથી સાધુ રડે, વિલાપ કરે, “હું અનાથ થઈ ગયો, હવે મારું સંસારમાં કોણ ? કોણ મને સાચવશે...” વગેરે વગેરે બોલે... આ બધું શોકમૃષા ગણાય. એમ પોતાની અતિમહત્ત્વની નોટો ખોવાઈ જાય, પોતે સ્થાપેલા ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ દ્વારા પૈસાની ઉથલપાથલ થાય, પોતાનો શિષ્ય ઘરે જતો રહે, નવો થનારો શિષ્ય કોઈ બીજાનો શિષ્ય બની જાય... આવા પ્રસંગોમાં અત્યંત શોક ઉત્પન્ન થાય એ પછી જે કંઈ બોલવામાં --------------------------- ૧૭૬ ---------- -- Page #178 -------------------------------------------------------------------------- ________________ સર્વથા પૃષાષાવાદ વિરમણ મહાવ્રત આવે, એ બધું શોકમૃષા ગણાય. “મારી નોટ પેલો મારો દ્વેષી જ ચોરી ગયો લાગે છે... પેલાને ટ્રસ્ટી તરીકે લઈને મેં ગંભીર ભૂલ કરી... હાય ! મારો શિષ્ય ઘરે ગયો !... પેલાઓએ મારી વિરુદ્ધ ભરમાવી ભરમાવીને મારા ભાવિ ચેલાને પચાવી પાડ્યો...” શોકથી પ્રેરાયેલા આ બધા જ શબ્દો સાચા હોય કે ખોટા હોય એ બધુ જ શોકમૃષા! (૩) જુગુપ્સા મૃષા : ગ્લાનસાધુને ઉલ્ટી થાય, એ પરઠવવાની હોય પણ સાધુને એમાં જુગુપ્સા થતી હોય એટલે “મારે ઠલ્લે જવાનું છે.” એમ બહાનું કાઢીને નીકળી જાય... આ જુગુપ્સામૃષા ! એમ રાત્રે ગુર્વાદિને ઠલ્લે જવાનું થાય, પણ એ પરઠવવામાં જુગુપ્સા થતી હોવાથી સાધુ બોલે કે “મેં તો ઠક્લેની વસતિ જોઈ નથી, એટલે હું જઈ નહિ શકું.” ચોમાસાનું જે ક્ષેત્ર હોય, ત્યાં ઉપાશ્રયથી થોડેક દૂર ગટર જતી હોય કે લોકો ઠલ્લે બેસતા હોય કે છાણ-મૂતરાદિ ખૂબ હોય... આ બધાની જુગુપ્સાથી પ્રેરાઈને સાધુ ગુરુને અને સંઘને કહે કે “અહીં ચોમાસું ન કરી શકાય. કેમકે અહીં અમુક અમુક દોષો છે. આ દુર્ગંધાદિને કારણે અસજ્ઝાય ગણાય. એની વાત સાચી હોય તો પણ એ બોલવા પાછળ ખરેખર સ્વાધ્યાયરુચિનો ભાવ નહિ, પરંતુ એ ગંદકી પ્રત્યેની જુગુપ્સાનો ભાવ છે. માટે આ વચન જુગુપ્સામૃષા કહેવાય. ઠલ્લે-માત્રુ-કફ-શર્દી-ગટર-લોહી-માંસ વગેરે વગેરે વસ્તુઓને આશ્રયીને કંઈપણ જુગુપ્સા થાય, છી-છીનો ભાવ થાય અને એનાથી પ્રેરાઈને જે વચન બોલવામાં આવે તે બધુ જુગુપ્સામૃષા કહેવાય. (૪) તિ મૃષા : દૂધપાક ખૂબ ભાવી જાય - અનૂકૂળ આવે એટલે સાધુને આનંદરતિ ઉત્પન્ન થાય, એનાથી પ્રેરાઈને સાધુ બોલે કે “પયપાક ખૂબ અનુકૂળ છે, વાપરવા જેવો છે.’’ કોઈક સંગીતકારનો મીઠો-મધૂરો સ્વર, વાજીંત્રો વગેરે સાંભળીને રાગી બનેલો સાધુ બોલે કે “તમે તો મને ગાંડો બનાવી દીધો. તાનસેનને ભૂલી જવાય એવો તમારો અદ્ભુત રાગ છે. આખી દુનિયા વિસરી જઈએ...” અદ્ભુત કુદરતીદશ્યોથી શોભતા પહાડી પ્રદેશો વગેરે જોઈને સાધુ ખુશ ખુશ થઈ જાય. “શું વાતાવરણ છે ! બસ, મન ભરીને આ બધું જોયા જ કરીએ એમ વિચારો આવે છે...” વગેરે બોલે. ચંદનની કે સેટ-અત્તરની કે ગુલાબાદિ પુષ્પોની મઘમઘતી સુગંધમાં મસ્ત બનીને સાધુ બોલે કે “અરે ! આ તો સ્વર્ગ જ ધરતી પર ઉતર્યું છે.” જાડા-સુંવાળા ધાબડાઓ કોઈક સંઘમાં વાપરવા મળે, એના કોમળ સ્પર્શને લીધે ૧૭૭ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૨૯-૯૦૯-૯-૯-- ૯--૦૯- મહાવતો જલ-૯-૦૯-૪-૦૯--- સાધુને આનંદ થાય. “બધે આવા જ ધાબળા હોવા જોઈએ...” વગેરે બોલે.. ટુંકમાં પાંચ ઈન્દ્રિયોના સુંદર મઝાના વિષયોને પામીને સાધુ રતિવાળો બને અને રતિવાળો બનીને સાચું-ખોટું જે પણ બોલે, ઘણી વધારે પડતી પ્રશંસા કરે કે વાસ્તવિક પ્રશંસા કરે... આ બધું જ રતિમૃષા છે. (૫) અરતિ મૃષા : રાત્રે કુતરાઓ ખૂબ ભસે, કાન ફાડી નાંખે એવા મોટા અવાજે ઢોલનગારા વાગે, કોઈ ખૂબ લંબાવી લંબાવીને સ્તવનાદિ ગાય... એ બધામાં સાધુને અરતિ-દુખ થાય. “આ કુતરાઓ રોજ ઉંઘ બગાડે છે. શું કરવું એમનું?... આ બધાને ધંધો જ નથી. ઢોલ વગાડીને કાન ફાડી નાંખ્યા. એમને બીજાનો વિચાર જ નથી આવતો... આને સમયનું ભાન નથી, મોડું થયું છે તો પણ લલકાર્યા કરે છે. પોતાની જાતને તાનસેન સમજે છે. રે ! ભેંસાસુર છે, બીજું કશું નથી. બધાએ ખોટો એને ચડાવી દીધો છે..” આવા આવા શબ્દો બોલવા એ બધું જ અરતિ મૃષા. કોઈના મેલા કપડા જોઈને કે પોતાના જ મેલા કપડા જોઈને સાધુ અરતિવાળો બને. “બસ, મારે તરત કાપ કાઢી લેવો છે. આ કપડા સારા દેખાતા નથી...” કોઈના શરીરમાંથી, કપડામાંથી કે મોઢાદિમાંથી આવતી દુર્ગધને કારણે સાધુને અરતિ થાય. “અરે, તમે શરીર તો ચોખ્ખું રાખો. અને આ તમારા કપડાંય કેવા ગંધ મારે છે. વળી તમે મંજન કરો ને, નહિ તો મોઢામાંથી દુર્ગધ નહિ જાય...” વગેરે બોલે. અતિ ખારી વસ્તુ વાપરવામાં આવે અને સાધુ બોલે “રસોઈયાએ આખી મીઠાની ગુણ જ આમાં ઠલવી દીધી છે.” - અતિમીઠી વસ્તુ વાપરવામાં આવે અને સાધુ બોલે કે “આ કંજુસ લોકો છે. લોકો વધુ મીઠાઈ ખાઈ ન શકે, માટે જાણી જોઈને બમણી-ત્રણગણી ખાંડ નાંખે છે...” ખરબચડી કામળી, આસન તથા જાડા કપડા વગેરેને કારણે સાધુ અરતિ પામે. આના કરતા તો પાતળી-લીસી કામળી, આસન સારા. આ તો હેરાન હેરાન થઈ જવાય છે...” આ બધામાં એ સાચું બોલે કે ખોટું બોલે, પણ બોલવા પાછળનો ભાવ તો અરતિનો જ છે ને ? માટે એને અરતિમૃષાનો દોષ ચોક્કસ લાગે. (૬) હાસ્યમૃષા : સાધુ હાસ્ય - મશ્કરીના ભાવથી પ્રેરાઈને જે બોલે તે હાસ્યમૃષા ગણાય. દા.ત. કોઈક સાધુ પયસ લાવવાનું કહે, ત્યારે બીજો સાધુ ઘડામાંથી પાણી કાઢીને આપે. પેલો સાધુ કહે કે “મેં દુધ મંગાવ્યું છે.” ત્યારે આ સાધુ હસતો હસતો કહે કે “તમે પયસ્ લાવવાનું જ કહ્યું છે ને ? તો આ પાણી પણ પયસ્ જ છે. સંસ્કૃત ભાષામાં પાણીને પયમ્ શબ્દથી જ ઓળખાવાય છે.” Page #180 -------------------------------------------------------------------------- ________________ સર્વથા અષાષાવાદ વિરમણ મહાવત - - - - ઉંદર, ગરોળી વગેરેથી ગભરાતા સાધુને વધુ ગભરાવવા માટે કોઈક સાધુ અચાનક જોરથી બોલે કે “એય ! તારી પાછળ જ મોટી ગરોળી છે...” એ બુમ એવી અચાનક અને મોટેથી પાડી હોય કે સાધુ ગભરાઈને રીતસર ભાગે. એ જોઈને બધા હસે. આચાર્ય કે ગુરુ ગોચરી માંડલીમાંથી જતા રહ્યા બાદ સાધુઓ પરસ્પર અનેકાનેક વાતો કરતા હોય ત્યારે અચાનક કોઈક સાધુ જોરથી બોલે કે “એ ય! ચૂપ રહો. જૂઓ, ગુરુદેવ આવે છે...” અને બધા ગભરાઈને ચૂપ થઈ જાય, ગુરુની દિશામાં નજર કરે. પણ ગુરુ તો આવતા ન દેખાય એટલે બધા પેલા બુમ પાડનારા સાધુ તરફ નજર કરે. એ મરક મરક હસે. હાસ્ય-મશ્કરીના આવા આવા અનેક ભાવોથી પ્રેરાઈને સાધુ સાચું કે ખોટું જે કંઈપણ બોલે એ બધું હાસ્યમૃષા કહેવાય. આમ, ચાર કષાય અને છ નોકષાય એમ દસેદસમાં થોડાક દૃષ્ટાન્તો સાથે મૃષાવાદનું સ્વરૂપ દર્શાવ્યું. આ દષ્ટાંતો તો ઘણા ઓછા છે. આવા તો હજારો દૃષ્ટાંતો પ્રાયઃ દરેકના જીવનમાં ઓછા-વત્તા અંશે બનતા જ રહેતા હોય છે. એટલે સૂક્ષ્મદ્રષ્ટિથી આત્માની અંદર નિહાળવું કે “આખા દિવસ દરમ્યાન હું જે કંઈપણ બોલ્યો, એમાં શું કોઈ કષાયની કે કોઈ નોકષાયની પ્રેરણા મારી પાછળ હતી ખરી? જો એવું હોય તો ગમે એટલું સાચું વચન પણ ખોટું જ ગણાય.” આ તમામે તમામ મૃષાવાદોમાં સૌથી ભયંકર જો કોઈ મૃષાવાદ હોય તો એ છે ઉત્સુત્રપ્રરૂપણ ! પોતે કોઈક પદાર્થ પ્રરૂપ્યો, પોતાને એ ગમી ગયો, ઘણાએ એ પદાર્થને બિરદાવ્યો.. પણ પાછળથી ગીતાર્થોએ કે વિદ્વાનોએ એ પદાર્થને શાસ્ત્રવિરુદ્ધ સાબિત કરનારી સચોટ યુક્તિઓ આપી. - હવે એ પ્રરૂપક શું કરે ? ખૂબ ગમી ગયેલા, ખૂબ વખણાયેલા પોતાના પદાર્થને ઉત્સુત્ર તરીકે કેમ સ્વીકારે ? અહંકાર + મિથ્યાત્વ વગેરે દોષો એને કદાગ્રહી બનાવી દે. કુતર્કો કરી કરીને પણ પોતે પોતાનો પદાર્થ સાચો જ માને, પ્રરૂપે સીધી વાત છે કે કોઈક બિલ્ડર પાયો ખોદીને ઉપર ૫૦ માળની આલિશાન બિલ્ડીંગ બનાવી દે... અને પછી કોઈ જાણકાર કહે કે “બિલ્ડર સાહેબ ! તમારો પાયો કોચો છે. આ બિલ્ડીંગ પાંચ-દસ વર્ષથી વધારે નહિ ટકે. તમે આખી બિલ્ડીંગ પાડીને ફરી પાકો પાયો કરાવો.” તો કયો બિલ્ડર ૫૦ માળની આલિશાન બિલ્ડીંગ તોડાવી નાંખી, કાચો પાયો દૂર કરી પાકો પાયો કરાવે ? એવું અહીં બને છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - મહાવ્રતો કે જો જ - - એ પ્રરૂપક પોતાની મતિથી અમુક પદાર્થ પાયા તરીકે નક્કી કરે, એ પછી એના આધારે નવા નવા સેંકડો પદાર્થો કલ્પ, પણ પાછળથી ગીતાર્થ સાધુ કહે કે “તમારા સેંકડો પદાર્થોનો મૂળ પાયો જ ખોટો છે. તમે એ સેંકડો પદાર્થો રદ કરો, પાયાનો પદાર્થ ખોટો હોવાથી એ દૂર કરી નવો સાચો પાયાનો પદાર્થ નક્કી કરો. પછી પુનઃ એના આધારે નવા પદાર્થો કલ્પો...” એ પેલા પ્રરૂપકને ખૂબ જ ભારે પડી જાય. પણ પોતે માનેલા ખોટા પદાર્થને છોડી દેવાનું ભારે પડવું એ જીવને જ ખૂબ જોરથી ભારે પડી જાય છે. અર્થાત્ જેઓ આ રીતે સ્વમતિમાં કદાગ્રહી બને, તેઓ પોતાનો સંસાર દીર્ઘ-દીર્ઘતમ બનાવી દે એવી પાકી શક્યતા છે. એટલે જ જે આત્માર્થી હોય, એ કોઈપણ નવું ચિંતન કરે, તો પહેલા મુખ્ય ગીતાર્થો પાસે એ ચિંતન રજુ કરે. ગીતાર્થો જો કહે કે “તમારું ચિંતન બરાબર છે.” તો જ એ ચિંતક પોતાના ચિંતનને લોકો સામે રજુ કરે. પણ જો બહુ ગીતાર્થો એને ના પાડે તો ચિંતક પોતાના આગવા ચિંતનને લોકો સમક્ષ રજુ ન કરે. " જુઓ, ૫૦ માળની બિલ્ડીંગનો પાયો જ્યારે તૈયાર થાય ત્યારે જાણકાર માણસો પાસે એ પાયાની પાકી તપાસ કરાવી લેવી એ જ સારી. જાણકારો કહે કે “પાયો પાકો છે. ૫૦ માળને વાંધો નહિ આવે.” એ પછી જ ઉપર ૫૦ માળ ચણવા સારા. બાકી પાયો તૈયાર કરીને, ૫૦ માળ બંધાવીને પાયાની તપાસ કરાવીએ, એનો ઝાઝો કોઈ અર્થ ખરો? એવું અહીં પણ સમજી લેવું કે આપણા પદાર્થો નવા ચિંતન કરેલા હોય તો એ બધા સામે મૂકતા પહેલા ગીતાર્થોને બતાવવા. તેઓ એને સ્વીકારે, પછી એ પદાર્થો બધા સામે મુકાય. બાકી આપણે ચિંતવેલા પદાર્થો ગીતાર્થોને દર્શાવ્યા વિના હજારો સામે મૂકાઈ જાય, પુસ્તકો દ્વારા ચારે બાજુ ફેલાઈ જાય... એ પછી ગીતાર્થો પાસે એ પદાર્થો રજુ કરવા, એનો ઝાઝો અર્થ શો ? ફેલાઈ ગયેલા પદાર્થોને પાછા શી રીતે વાળવા? જો કે “જાગ્યા ત્યારથી સવાર' એ ન્યાયે છેલ્લે પણ ગીતાર્થો પાસે પદાર્થો રજુ કરાય. અને એ જો ના પાડે તો એ પદાર્થ છોડી દઈ, ભવિષ્યમાં એનો ફેલાવો અટકાવાય તો પણ સારું જ છે. છતાં પહેલેથી જ એ કાળજી કરાય તો ઘણું વધારે સારું. ખરી વાત તો એ છે કે જઘન્ય ગીતાર્થ, બહુશ્રુત જે બન્યા હોય, તેઓ નવા ચિતનો કરવાના હકદાર છે. ઓછા-વત્તા અભ્યાસુઓ પોતાની મતિ પ્રમાણે નવા ચિંતન કરે, એમાં ડગલે ને પગલે, ઉસૂત્રતા ઉભી થવાની. એટલે અ૫ અભ્યાસુઓએ એવી હોંશ ન કરવી કે “હું પણ નવું નવું વિચારું, નવું નવું પ્રરૂપું..” છતાં એ ગીતાર્થની પાસે જ હોય તો એને એ ચિંતનની હજી તક અપાય. પણ એ પણ બધું ગીતાર્થમાન્ય બનવું જરુરી છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ---------- સર્વથા અષાષાવાદ વિરમણ મહાવત છે-જલન ----------- વિષમકાળની બલિહારી છે કે કેટલાક જીવો થોડું-ઘણું ભણ્યા, એના ઉપરથી એમને પોતાનું જ્ઞાન ઘણું લાગ્યું. એમણે નવી કલ્પનાઓ, નવા ચિંતનો કર્યા, પુણ્ય જોર કરી ગયું એટલે એ પદાર્થો સાંભળીને લોકો ઘણા આકર્ષાયા, અને હજારો-લાખો સુધી એ પદાર્થો ફેલાયા. એ ચિંતકો ચારે બાજુ ભગવાનની જેમ પૂજાવા લાગ્યા... એ પછી ગીતાર્થોને એની એ પ્રરૂપણાઓની ખબર પડી, એમાં ભયંકર ઉસૂત્રો દેખાયા, તેઓએ ચિંતકોને ભૂલો દર્શાવી, પદાર્થ ખેંચી લેવા ભલામણ કરી. પણ આટલો બધો યશ જે ચિંતનથી મળેલો, એને એક ધડાકે ફગાવી દેવાનું કૌવત તો નિકટમોક્ષગામીમાં જ સંભવે. એટલે છેવટે કદાગ્રહ પકડાઈ ગયો, થોડા કુતર્કો મળી ગયા... એટલે દઢતા વધી. ના છુટકે ગીતાર્થોએ એ ઉસૂત્રોના ખંડન કરવા પડ્યા. પણ હાય રે પંચમકાળ ! લોકોમાં એવો પ્રચાર આપમેળે થયો કે “આ ખંડન કરનારાઓ ઈર્ષ્યાળુ છે, પેલા નૂતન ચિંતકોના વધતા જતા ભક્તો, વધતી જતી પુણ્યાઈ જોઈને તેઓ સળગે છે, માટે જ તેઓ ખંડન કરે છે...” કેવા અનર્થ ફેલાયા ! ગીતાર્થોએ પણ સાચી વાત જાણવા-સમજવા છતાં ચૂપ જ થઈ જવું પડે એવી આ ભયંકર દશા ! ક્યાંક વળી વ્યક્તિરાગ, ગચ્છરાગ કામ કરી ગયો. કોઈકને કોઈક વ્યક્તિ ગમી ગઈ, એના ઉપર અનહદ રાગ થઈ ગયો. અને એણે એ વ્યક્તિનો પક્ષપાત કરી લીધો. “એ વ્યક્તિ જે કહે, એ સાચું જ. એને ખોટું કહેનારા બધા જ ખોટા. બધા જ મારા દુશ્મન !” બાપ રે બાપ ! ક્યાં “પક્ષપાતો રમે વીરે' એમ ખુદ વીર પ્રભુ પર પણ વ્યક્તિરાગ ન રાખનારા આપણા પૂર્વજો ! વીરવચનોને પણ યુક્તિઓ પૂર્વક સ્વીકારનારા આપણા પૂર્વજો ! અને ક્યાં એક પૂર્વના પણ લાખમાં ભાગનું જ્ઞાન ધરાવનાર વર્તમાન વ્યક્તિઓ પર માત્ર વ્યક્તિરાગ રાખીને, કોઈપણ યુક્તિઓ-તર્કો વિચાર્યા વિના જ પદાર્થો સ્વીકારી લેનારા વર્તમાનના અમુક વ્યક્તિરાગીઓ ! આપણે કોઈ વ્યક્તિના કે કોઈ ગચ્છના રાગી બનવું નથી. આપણે તો તત્ત્વ પર શ્રદ્ધા કરવાની છે. આપણી હાલત જો એવી હોય કે “મારા ગુરુ વિરુદ્ધ કે મારા ગચ્છ વિરુદ્ધ કોઈ કંઈપણ બોલે, તો હું એ સાંભળી જ ન શકું મને ગુસ્સો જ આવી જાય. એ બોલનારા બધા તદન ખોટા જ લાગે. “એ બોલનારા સાચું બોલે છે કે ખોટું’ એટલું શાંતિથી વિચારવાની પણ મારી ધીરજ ન રહે..” તો માની લેવું કે આપણે પણ વ્યક્તિરાગના ચક્કરમાં ફસાઈ ગયા છીએ. આપણે ઉસૂત્રપ્રરૂપણાનો પણ ભોગ બની જઈએ, અને છેલ્લે મિથ્યાવી બનીને દીર્ઘસારી પણ બની જઈએ. હાય ! આ શું આપણને માન્ય બને ? જો ના ! તો વ્યક્તિરાગ-ગચ્છરાગ છોડી - - - - - - - ૯૯૦૯૯-૧૮૧ - - - - - -- - - - - - - - Page #183 -------------------------------------------------------------------------- ________________ જ છે જે હાલ જે મહાવતો ૯૯૯૯ - - - - - ૧૯૯૮ દેવો. હા ! એ વ્યક્તિ ઉપકારી છે, એ ગચ્છ ઉપકારી છે... તો એને ઉપકારી માનવાની તો કોઈ ના જ નથી. પણ એ વ્યક્તિ, એ ગચ્છ અલ્પજ્ઞાની હોવા છતાં દરેકે દરેક બાબતમાં એ સાચો જ હોય, એ જ સાચો હોય... આવું ન મનાય. આનંદઘનજીએ પોતાની હૈયાની વેદના ઠાલવી છે ને ? કે ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતા, તત્ત્વની વાત કરતા ન લાજે. ઉદરભરણાદિ નિજ કાજ કરતા થકા, મોહ નડિયા કલિકાલ રાજે. ધાર તલવારની દોહ્યલી... આ લોકો કેવા ! એક બાજુ “આ મારો ગચ્છ ! આ પારકો ગચ્છ ! મારો ગચ્છ સારો, સાચો ! પારકા ગચ્છો ખરાબ-ખોટા ! મારા ગચ્છ જેવું કોઈ મહાન નથી...” આવા માત્ર ને માત્ર ગચ્છભેદને નિહાળે છે. એમાં સ્પષ્ટપણે ગચ્છરાગ તરવરે છે. બીજી બાજુ એ જ ગચ્છરાગીઓ દ્વાદની, મોક્ષની... તત્ત્વની ઉંચી ઉંચી વાતો કરે છે. હાય ! કેવા આ બેશરમ ! ઈંડા ખાનારાને ઈંડાના ત્યાગનો ઉપદેશ આપતા શરમ આવવી જોઈએ. એમ ગચ્છરાગ રૂપ અતત્ત્વને વળગેલાઓને તત્ત્વની વાતો કરતા શરમ આવવી જોઈએ. પણ એ નિર્લજ્જ જીવોને ગચ્છરાગની સાથે સાથે તત્ત્વની વાતો કરતા જરાય શરમ આવતી નથી. ખબર પડતી નથી કે આ અતત્ત્વરાગીઓ તત્ત્વની વાત કેમ કરે છે ! અરે હા ! હવે સમજાણું ! તત્ત્વની વાતો કરીએ, તો લોકો ખેંચાય, લોકો મુગ્ધ બને, ભક્ત બને. આપણો વર્ગ વધે. અને તો જ પેટ ભરવું, યશ પામવો, મોટા સ્થાનો મળવા... વગેરે બધા આપણા કામ થાય. જો ગચ્છરાગની વાતો આવે, તો પોતાના આ બધા કામો ન થાય. હાય રે હાય ! તત્ત્વની પ્રરૂપણા પાછળ પણ મોહરાજનું જ ભયંકર કાવતરું જ છે. યશની – પેટભરણાની – ભક્તોની - સ્થાનોની – શિષ્યોની લાલસા રૂપી મોહ તત્ત્વની વાતો કરવા માટે પ્રેરે છે. આનંદઘનજીના શબ્દોમાં કેવી ઉંડી વેદના ધરબાયેલી પડી છે. ઉસૂત્રપ્રરૂપણા રૂપી મૃષાવાદ આપણા જીવનમાં ન પ્રવેશે, એની ખૂબ ખૂબ ખૂબ કાળજી આપણે રાખવી જ રહી. એ માટે (૧) જઘન્ય ગીતાર્થ બન્યા પછી દેશના આપવાનો નિર્ણય કરવો. (૨) ગીતાર્થની આજ્ઞાથી અગીતાર્થદશામાં પણ જો દેશના આપવાનો વખત આવે, ૨૯-૯----------------------- ૧૮૨ ------- Page #184 -------------------------------------------------------------------------- ________________ * સર્વથા પૃષાષાવાદ વિરમણ મહાવ્રત તો બને ત્યાં સુધી પોતાના કોઈ નવા ચિંતનો ન મૂકવા. પણ જે પદાર્થો ગીતાર્થોને માન્ય તરીકે પ્રસિદ્ધ હોય, તેવા જ પદાર્થોની પ્રરૂપણા કરવી. (૩) કદાચ નવા ચિંતનો અચાનક સૂઝે, અને એની પ્રરૂપણા થઈ જાય તો તે તરત ગીતાર્થ પાસે એ નવા ચિંતનો રજુ કરીને એમની સંમતિ મેળવી લેવી. (૪) સૌથી મહત્ત્વની બાબત એ કે વારંવાર આપણે આત્માને એ પદાર્થથી ભાવિત રાખવો કે “હું છદ્મસ્થ છું, ઘણું ભણ્યો હોઉં તો પણ આજે મારું જ્ઞાન એક પૂર્વના લાખમાં ભાગ જેટલું પણ નથી. એટલે જ મારું ચિંતન ખોટું પણ હોઈ શકે છે. ભલે મેં ખૂબ સાવધાની પૂર્વક પદાર્થો નક્કી કર્યા છે. પણ તોય મારી બુદ્ધિ વામણી છે, મને ગુણદોષનો વિવેક કરતા ઓછો આવડે. એટલે જે બાબત મને તદન સાચી લાગે છે, તે જ વાત ગીતાર્થોને દોષવાળી પણ દેખાય અને દોષવાળી પણ હોય....’ એટલે જો ઘણા ગીતાર્થો મારા પદાર્થને ખોટો કહે તો હું એ પદાર્થની પ્રરૂપણા નહિ કરું. એ પદાર્થ ગીતાર્થોની દૃષ્ટિએ સમજવા માટેનો પ્રયત્ન કરીશ. એ સમજાશે તો તો હું મારો માનેલો પદાર્થ ખોટો લાગવાથી છોડી જ દઈશ. પણ ધારો કે એ ગીતાર્થોના માનેલા પદાર્થ કરતા મને મારો માનેલો પદાર્થ સાચો લાગે, એની યુક્તિઓ મળે... છતાં જો ઘણા ગીતાર્થો આ વાત સ્વીકારે નહિ, તો મારે તત્ત્વ જેવતિામ્યું કહીને એ પદાર્થની પકડ છોડી દેવી. પ્રરૂપણા ન કરવી. પ્રરૂપણા કરું તો પણ બંને મતોની પ્રરૂપણા કર્યા બાદ જ તત્ત્વ જેવતામ્ય કહી દઈશ.” આવું આપણું માનસિક ઘડતર હોવું જોઈએ. પણ આ રીતે કદાગ્રહને - સ્વમતરાગને - સ્વમાન્યવ્યક્તિરાગને - સ્વગચ્છરાગને દૂર ફગાવી દઈને સ્યાદ્વાદગગનમાં મુક્ત મને વિચરવું... એ ઘણું ઘણું કપરું છે. માટે જ તો આનંદઘનજી બોલી ઉઠ્યા ને ? કે “તલવારની ધાર પર ચાલવું સહેલું છે, પણ જિનેશ્વરદેવની સેવા અઘરી છે.’ એ સેવા એટલે માત્ર જિનપૂજાદિ નહિ, પણ ઉપર મુજબની ઉત્તમકોટિની પરિસ્થિતિની આરાધના રૂપી જિનસેવા ઘણી અઘરી છે. જુઓ કલિકાલસર્વજ્ઞશ્રીના વચનો ! कामरागस्नेहरागाविषत्करनिवारणौ । दृष्टिरागस्तु पापीयान् दुरुच्छेदः सतामपि । પાંચ ઈન્દ્રિયોના વિષયસુખોની આસક્તિને ત્યાગી દેવી સહેલી છે. સ્વજનાદિ પ્રત્યેના સ્નેહભાવને ફગાવી દેવો સહેલો છે. પણ દૃષ્ટિરાગ - પોતે માનેલા મતનો રાગ - પોતે માનેલી વ્યક્તિના મતનો રાગ તો મહાપાપ છે. સજ્જનો પણ એને છેદી શકતા નથી. યોગસા૨માં કહ્યું છે કે ૧૮૩ * * Page #185 -------------------------------------------------------------------------- ________________ * મહાવ્રતો पतितव्यं जनैः सर्वैः, प्रायः कालानुभावतः । पापो मत्सरहेतुस्तन्निर्मितोऽसौ सतामपि । બધા લોકો આ પંચમકાળના પ્રભાવથી જ પતન પામી જવાના છે. એટલે એ બધાને પાડવા માટે કોઈ મહેનત મોહરાજે કરવાની નથી. વિષમકાળ જ એ કામ પતાવી દે છે. પરંતુ પાંચમા કાળની અસર કેટલાક સજ્જનોને ન થાય. તેઓ પંચમકાળથી પતન ન પામે, તો એવા ભડવીર સજ્જનોને પતન પમાડવા શું કરવું ? મોહરાજે એ સજ્જનોને પણ પતન પમાડી દે, એવું એક ભયાનક શસ્ત્ર બનાવ્યું છે. જે ઈર્ષ્યા-ક્રોધાદિને ઉત્પન્ન કરનાર છે. એ શસ્ત્રનું નામ છે કદાગ્રહ ! દૃષ્ટિરાગ ! સ્વમતરાગ ! જો બીજુ મહાવ્રત અખંડિત પાળવું હોય તો આ કદાગ્રહને વહેલી તકે છોડી દેવો. “બીજા પણ સાચા હોઈ શકે છે.” એ વિચાર અપનાવવો. બીજાની વાતોને પણ સાંભળવાની, સમજવાની, સાચી લાગે તો સ્વીકારવાની, ખોટી લાગે તો યુક્તિપૂર્વક છતાં શાંતિથી પ્રતીકાર કરવાની તૈયારી રાખવી જ રહી. જો આવું નહિ બને તો ઉત્સૂત્રપ્રરૂપણા રૂપી ભયંકરમાં ભયંકર મૃષાવાદનો ભોગ આપણો જીવ બનશે. મહાવ્રત તો જશે જ, પણ ગાઢ મિથ્યાત્વ લમણે ઝીંકાશે, અને અનંત દુર્ગતિઓનું ઝેરી ભાથું આપણા આત્મામાં ભેગું થશે. આ કદાગ્રહની, ઉત્સૂત્રપ્રરૂપણાની ભયંકરતા ઘણી છે, માટે જ અધ્યાત્મસારના આ અંગેના મહત્ત્વના શ્લોકો અને એનો ભાવાર્થ અત્રે લઉં છું. (૧) મિથ્યાત્વતાવાનતનીરવાહ... કદાગ્રહત્યાગ એ મિથ્યાત્વ-આગને ઠારનાર વાદળ છે, માટે વિશુદ્ધભાવવાળા અને શ્રુતસારને પામેલા પ્રાજ્ઞપુરુષોએ એ કદાગ્રહત્યાગમાં જ રિત કરવી જોઈએ. (૨) અસાદાગ્નિ... જો મનમાં કદાગ્રહનો અગ્નિ ભડભડ બળતો હોય, તો ત્યાં તત્ત્વનો બોધ ન થાય. તો પછી પ્રશમભાવાદિ તો ભૂલી જ જાઓ. (૩) અધીત્વ... કેટલાકો થોડુંક ભણીને, થોડુંક સાંભળીને કદાગ્રહી બનીને જાતને પંડિત માનતા થઈ જાય છે. તેઓ જિનશાસનના પરમાર્થને પામી શકતા નથી. (૪) તવાત્રે... કદાગ્રહીઓ - સ્વમતરાગીઓ કુતર્કો વડે તત્ત્વને કાપે. (૫) વ્રતાનિ ચીિિન... નિદ્ભવોએ મહાવ્રતો સારામાં સારા પાળ્યા, ઘોર તપ આચર્યો, ખૂબ જ યત્નપૂર્વક નિર્દોષગોચરી સાધી. છતાં ફલ કંઈ ન મળ્યું, એ બધો જ અપરાધ કદાગ્રહનો જ - સ્વમતરાગનો જ છે. (૬) સ્વાતં... પોતાની પાસે બુદ્ધિ રૂપી થાળ હોય, સદ્ગુરુ એમાં સુંદર તત્ત્વો રૂપી લાડવા પીરસી પણ દે, પણ કદાગ્રહ એવું ગળું પકડી રાખે કે બિચારો જીવ તત્ત્વલાડવાને ખાઈ જ ન શકે. અર્થાત્ સદ્ગુરુઓ ગમે એટલું સમજાવે, ગમે એટલા શાસ્ત્રપાઠો આપે, ૧૮૪૪ Page #186 -------------------------------------------------------------------------- ________________ સર્વથા પૃષાષાવાદ વિરમણ મહાવ્રત તો પણ કદાગ્રહીને કશું ગળે ન ઉતરે. એ પોતાની માન્યતાને છોડી જ ન શકે, એના વિરુદ્ધ એક અક્ષર પણ સાંભળી જ ન શકે. (૭) પ્રભાવી... ગુરુ પ્રસાદ રૂપે સુંદર મઝાના પદાર્થો આપે, તો પણ કદાગ્રહી એને સ્વીકારી ન શકે. ખરેખર કાંટાઓ જ ખાનારા ઉંટડાઓ એમને દ્રાક્ષ આપવામાં આવે તોય ન જ ખાય ને ? (૮) અસાદાત્... જેઓ કદાગ્રહના કારણે એવા હલકા માણસોની જ સંગતિ કરે છે, તેઓને વિદ્વાનપુરુષોને વિશે રતિ-શ્રદ્ધા થતી નથી. ખરેખર વિષ્ઠા ખાનારા કાગડાઓ મિષ્ટાન્ન ન જ ખાય. (૯) નિયોનયત્યેવ... કદાગ્રહીઓ કેવા વિચિત્ર ! કે પોતે જે પદાર્થ માન્યો, એને સાચો સાબિત કરવા માટે બધી યુક્તિઓને મારી-મચડીને પણ પોતાના તરફ લઈ જાય. પણ યુક્તિઓ સહજ રીતે જે તરફ જતી હોય, તે તરફ પોતાની બુદ્ધિને વાળવા માટે આ જીવો તૈયાર હોતા નથી. હાય ! જ્યાં પાણી નથી, તેવા રણપ્રદેશમાં પાણી ભરવા માટે ઘડો નાંખવાની વિચિત્રતા આદરનારા કદાગ્રહીઓ હાસ્યાસ્પદ બની રહે છે. (૧૦) અસાદો... જેનો કદાગ્રહ નાશ પામ્યો નથી. તેને શ્રુત આપવું સારું નહિ. લંગડા-ભૂલા-મૂંગાને રાજ્યલક્ષ્મી આપીને રાજા ન બનાવાય. (૧૧) આમે ઘટે.. જેમ કાચા ઘડામાં પાણી ભરવામાં આવે, તો કાચો ઘડો ફૂટે, અને પાણી પણ ઢોળાઈ જઈ નાશ પામે. એમ કદાગ્રહીને જો શ્રુત આપવામાં આવે, તો એ શ્રુત દ્વારા કદાગ્રહી પણ વિનાશ પામે અને એને અપાયેલું શ્રુત પણ વિનાશ પામે. (૧૨) અસાદાસ્ત... જે માણસ કદાગ્રહીને હિતોપદેશ આપે છે, એ તો કુતરીના શરીર પર કસ્તુરીનો લેપ કરવાની મૂર્ખતા કરે છે. (૧૩) èન... જે માણસ મુશ્કેલીથી મળેલો સ્પષ્ટ આગમાર્થ કદાગ્રહીને આપે છે, તે માણસ દુ:ખી થાય છે. સેંકડો પ્રયત્નો બાદ બીજો મેળવીને એને ઉખરભૂમિમાં વાવનારો ખેડૂત તો દુ:ખી જ થવાનો ને ? (૧૪) રૂમ્મા.... કદાગ્રહીના બધા ગુણો દોષ બની રહે છે. એની ચતુરતા કપટ ખેલવા માટે ઉપયોગી બને. એનું શાસ્ત્રજ્ઞાન પાપો આચરવામાં સાધનભૂત બને. એની પ્રતિભા, પટુતા લોકોને ઠગવા માટેનું શસ્ત્ર બને. એમની ધીરતા અહંકારનું કારણ બને. (૧૫) અસાહસ્થેન... કેળનું ઝાડ જો કાંટાના ઝાડની બાજુમાં હોય તો કાંટાઓ ખાઈ ખાઈને દુઃખી થાય. એમ સારા માણસો પણ જો કદાગ્રહીની સાથે રહે, મૈત્રી રાખે તો અંતે ભારે દુ:ખી થાય. ** ***** ૧૮૫ ***** Page #187 -------------------------------------------------------------------------- ________________ જા જા જા જા જા જા જજ મહાવતો --- -- -- (૧૬) વિદાં વિવેaો... દાવાનળથી જેમ ઘાસ બળી જાય, એમ કદાગ્રહથી વિદ્યાવિનય-વિવેક-વિશુદ્ધિ-સિદ્ધાન્તરાગ-ઉદારતા... બધા ગુણો બળી જાય. (૧૭) સ્વાર્થ.... અધમાધમ કદાગ્રહીઓને માત્ર સ્વાર્થ પ્રિય હોય છે, ગુણવાન નહિ. એમની મૈત્રી મૂર્ખાઓ સાથે હોય છે, કેમ કે તેઓ જ એના કદાગ્રહને સાચો માનનારા હોય. પણ તત્ત્વજ્ઞાતાઓ સાથે એમની મૈત્રી નથી હોતી. કેમકે તેઓ તો કદાગ્રહીના કદાગ્રહને પિછાણીને એનો વિરોધ કરવાના જ મહામહોપાધ્યાયજીએ કુલ ૨૨ ગાથામાં કદાગ્રહની ભયંકરતાનું વર્ણન કર્યું છે. યોગસારના પાંચ સ્તબકોમાં એક આખો સ્તબક આ કદાગ્રહને છોડવાનો ઉપદેશ આપવા માટે જ છે. શિષ્ય : આપની વાત સાચી છે. આજે મને પણ કેટલા બધા કદાગ્રહીઓ દેખાય છે. જેઓ ગમે એટલું સમજાવીએ તો પણ સમજતા જ નથી. જુઓ ને, આ અજૈનો કેવા કદાગ્રહી છે. “આત્મા નિત્યાનિત્ય છે એવી સાવ સીધી સાદી બાબત અનેક દલીલો દ્વારા આપણે સમજાવીએ, તો પણ તેઓ સ્વીકારવા જ તૈયાર નથી. ગુરુ : જગતના કરોડો જીવો કદાગ્રહી હશે, એની ના નથી. પણ તારી દૃષ્ટિ બીજાઓને કદાગ્રહી જોવા તૈયાર બની, પણ તેં તારી જાતનું નિરીક્ષણ કર્યું? આપણી મોટી મુશ્કેલી એ જ છે કે દોષોની વાત આવે, ત્યારે આપણે પારકાના દિોષો જ નિહાળીએ. જાતમાં એ દોષ જોવાનો જ નહિ. - કદાગ્રહની જ આ એક મોટી રામાયણ છે કે કદાગ્રહીને પોતાને તો એમ જ લાગે કે “હું કદાગ્રહી નથી, હું તો તત્ત્વરાગી છું.” હવે ખરેખર આ વાત સાચી કે ખોટી એ તો ગીતાર્થો જ જાણી શકે. પણ કદાગ્રહી ગીતાર્થોની વાત માને તો ને ? રે ! એ તો પોતાના જેવા જ કદાગ્રહીને ગીતાર્થ માની લઈ એની સાક્ષી લઈ લે કે આ ગીતાર્થ મને કદાગ્રહરહિત ગણે છે...” કેવી ભયંકર માયા ! યોગસારમાં કહ્યું છે કે परं पतन्तं पश्यन्ति न तु स्वं मोहमोहिताः । कुर्वन्तः परदोषाणां ग्रहणं भवकारणम् । મોહથી મોહિત થયેલા જીવો બીજાઓને પતન પામતા જૂએ છે, પણ પોતાની જાત પણ પતન પામી રહી છે, એ એમને દેખાતું નથી. સંસારવૃદ્ધિનું કારણ એવું પરદોષદર્શન જ તેઓ કરતા હોય છે. શિષ્ય ! તારે અને મારે બંનેએ વિચારવાનું છે કે એ અજૈનો આપણને કદાગ્રહી લાગે છે, કેમકે તેઓ આપણી સ્પષ્ટ વાત સ્વીકારતા નથી. રે! જૈનોમાં પણ આપણી વાત ન માનનારાઓ આપણને કદાગ્રહી - મિથ્યાત્વી લાગે * * * * * * * * * ૧૮૬ જ જા જા જ ક - - - - - - Page #188 -------------------------------------------------------------------------- ________________ અષાષાવાદ વિરમણ મહાવત છે. પણ ક્યારેય એવો વિચાર આવ્યો કે “પારકાને કદાગ્રહી જોનારો હું પણ કદાગ્રહી તો નથી ને? જેમ હું મારી જાતને હોંશિયાર સમજી બીજાઓને કદાગ્રહી ગણું છું, એમ બીજાઓ પણ પોતપોતાને હોંશિયાર ગણી મને કદાગ્રહી નહિ ગણતા હોય? તો સાચુ શું? હું માનું એ જ સાચું, એ સાચું જ... આ મારો પોતાનો કદાગ્રહ નથી શું? પણ જો આપણો પાપોદય હશે, તો આપણને પારકાના દોષો દેખાશે, આપણામાં દોષો હશે તો પણ નહિ દેખાય. એ બધું ગુણરૂપ જ દેખાશે. જોને, તું પણ અજૈનોને કદાગ્રહી તરીકે જૂએ છે... એ વાત સાચી હોય તો પણ તેં તારા જીવનમાં દષ્ટિપાત કર્યો ? એવી બાબતો તારા જીવનમાં પણ હશે ને ? કે તારા ગુરુ એ વસ્તુને સાચી-સારી નહિ માનતા હોય અને તું એને સાચી-સારી માનતો હશે. અંદરખાને ગુરુના નિર્ણયને અવગણતો હશે. તો શું આ તારો કદાગ્રહ નહિ હોય ? ગુરુ માનતા હશે કે “તું વ્યાખ્યાન કરવા માટે યોગ્ય નથી. છતાં તું માનતો હશે કે “ગુરુને મારા પ્રત્યે પહેલેથી પૂર્વગ્રહ છે. બાકી મારા વ્યાખ્યાનથી ઘણા લોકો પામે છે...” ગુરુ માનતા હશે કે “તારે એકાસણું કરવું જ જોઈએ...” છતાં હું માનતો હોઈશ કે “ગુરુને ઝાઝી કશી ખબર નથી. મારું શરીર કેવું છે, એ તો મને ખબર છે. હું જો એકાસણા કરવા જાઉં, તો મારો આખો દિવસ ખરાબ જાય. પણ ગુરુ પાસે લાંબી સમજણ ક્યાં છે...?” આવી તો અનેક બાબતોમાં ગીતાર્થો સાથે તારો મતભેદ નથી શું? તો આ પણ કદાગ્રહ છે ને? ગીતાર્થોને ખોટી લાગતી બાબતો પણ સાચી જ માન્યા કરવી એ કદાગ્રહ નહિ તો બીજું શું છે ? તને કદાચ એમ થાય કે “આ કંઈ શાસ્ત્રીય પદાર્થો થોડા છે ! આ તો સામાન્ય બાબતો છે..” પણ ભાઈ ! આ સામાન્ય બાબતોમાં કદાગ્રહના પહેલા સંસ્કારો કઈ કઈ બાબતમાં નહિ આવે, એ જ પ્રશ્ન છે. એ માણસ પોતાના જીદના સંસ્કારને શાસ્ત્રીયબાબતોમાં પણ લગાડવાનો જ. - એટલે પરગચ્છની – પરવ્યક્તિની પંચાત છોડ, અને સ્વજાતનો વિચાર કર. તારા માટે હિતકારી એ જ છે. શિષ્ય : જેમ તમે પહેલા મહાવ્રતમાં કહેલું કે “હિંસા થાય એટલે મહાવ્રત થાય જ. એવો કોઈ નિયમ નથી.' તો શું બીજા મહાવ્રતમાં પણ આ વાત સમજી લેવાની કે બોલાયેલા વચનો દેખીતી રીતે ખોટા હોય તો પણ એનાથી બીજું મહાવ્રત ભાંગે જ, એવો કોઈ નિયમ નથી.' Page #189 -------------------------------------------------------------------------- ________________ * મહાવ્રતો ગુરુ : ચોક્કસ ! તત્ત્વાર્થસૂત્રવૃત્તિકા૨ે ‘પ્રમત્તયો સમિધાનમનૃતમ્' એમ જ વ્યાખ્યા દર્શાવી છે. પ્રમાદ એટલે કષાય અને નોકષાય ! જો કષાય કે નોકષાયથી પ્રેરાયા વિના કોઈક કારણસર યતનાપૂર્વક જૂઠ બોલવામાં આવે તો એ મૃષા નથી, એ મહાવ્રતનો ભંગ નથી. એમાં કર્મક્ષયની જ પ્રાપ્તિ થાય છે. અહીં પણ પ્રથમ મહાવ્રતની જેમ આ વાત સમજી લેવી કે (૧) ગીતાર્થ/ગીતાર્થનિશ્રિત સાધુ, (૨) કારણસ૨, (૩) યતનાપૂર્વક જૂઠ બોલે તો એ અપવાદમાર્ગ છે. અને અપવાદમાર્ગ મોક્ષનો જ માર્ગ હોવાથી એના દ્વારા સાધુ મોક્ષ તરફ જ આગળ વધે છે. કર્મક્ષય જ કરે છે. એમાં સાધુ કોઈપણ પાપ બાંધતો નથી. હવે આ અંગે કેટલાક દૃષ્ટાન્તો જોઈએ. (ક) નાના કે નવા સાધુનો પહેલો-બીજો લોચ હોય, લોચ અઘરો પડતો હોય, સાધુ ખૂબ ત્રાસ પામતો હોય. એ વખતે એને આશ્વાસન આપવા માટે ગુરુ તથા અન્ય સાધુઓ બોલે કે “અરે, આ તો ઘણો બધો લોચ થઈ ગયો છે. બસ, હવે તો થોડો જ બાકી છે. ૧૫-૨૦ મિનિટમાં તો પતી જશે...'' હવે ખરેખર તો લોચ ઘણો બાકી હોય, અડધોપોણો-એક કલાક થવાનો હોય, છતાં પેલા સાધુને સમાધિ મળે એ માટે ગુરુ તથા અન્ય સાધુઓ જૂઠ બોલે, તો આ અપવાદ છે. તેઓ કારણસર યતનાથી જૂઠ બોલે છે. કોઈ કષાયભાવથી કે ઠઠ્ઠા-મશ્કરી માટે આ રીતે જૂઠ બોલંતા નથી. (ખ) નવપૂર્વથી ઓછું જ્ઞાન ધરાવનાર ગીતાર્થ ગુરુઓ સાધુની આલોચના સાંભળે, ત્યારે કુલ ત્રણવાર એની પાસે બધું બોલાવડાવે. એમાં પ્રથમવાર બોલાઈ રહે, ત્યારે કહે કે “હું તો ઉંઘી ગયેલો, ઝોકા ચડી ગયેલા. એટલે મેં કંઈ સાંભળ્યું નથી. તું બીજીવાર બોલ...” બીજીવાર બોલાઈ રહે. ત્યારે કહે કે “હું તો બીજા જ કોઈ વિચારમાં ચડી ગયેલો. મેં સાંભળ્યું નથી, તું ત્રીજી વાર બોલ...” આ રીતે ત્રણવાર આલોચના એટલા માટે કરાવે કે “પેલો સાધુ માયા-કપટ તો કરતો નથી ને ? ત્રણે વખતે જો એકસરખું બોલે, તો ખ્યાલ આવી જાય કે કપટ નથી કરતો...” મૂળ વાત એ કે આલોચના સાચી કરાવવા માટે ગુરુ ઉંઘ ન આવી હોવા છતાં ઉંઘ આવી હોવાનું બોલે, મન બીજા વિચારોમાં ન ગયું હોવા છતાં મન બીજા વિચારોમાં ગયું હોવાનું કહે... આ બધું જૂઠ એ અપવાદ માર્ગ છે. (ગ) કોઈ સાધુ-સાધ્વી માંદા પડે, રીપોર્ટ કઢાવતા ખબર પડે કે ‘એને કેન્સર છે’ તો પણ જ્યારે એ માંદો સંયમી પૂછે કે “રીપોર્ટ શું આવ્યો ?” ત્યારે જો એને આઘાત લાગે એમ હોય તો ત્યારે તો એની સમાધિ ટકાવવા માટે ગુરુ વગેરે જવાબ આપે કે “વિશેષ કંઈ નથી. રીપોર્ટ લગભગ સામાન્ય છે. દવા લેવી પડશે..” ૧૮૮૪. Page #190 -------------------------------------------------------------------------- ________________ ------------ સર્વથા અષાષાવાદ વિરમણ મહાવ્રત જે જ જલ ૯ - ૦૯ આ જવાબ જૂઠ જ છે, છતાં આશય સારો હોવાથી આ અપવાદ બને છે. (ઘ) કોઈક સંયમી ઠલ્લે-માત્રુ પરઠવવા બાબતમાં, બ્રહ્મચર્ય બાબતમાં કે અન્ય કોઈ બાબતમાં ગરબડ કરી બેસે, પાછળથી ઉહાપોહ થાય... તો શાસનહીલના અટકાવવા માટે જૂઠનો પણ આશરો લેવો પડે. હા ! અંદરખાને સંયમીને એની ભૂલ પ્રમાણે પ્રાયશ્ચિત્ત પણ આપવામાં આવે, ઠપકો પણ આપવામાં આવે... પણ બહાર તો અપભ્રાજના અટકાવવા માટે જૂઠ પણ બોલવું પડે. (ચ) નૂતન સંયમીઓ માંદા પડે અને એમને આધાકર્માદિ આપવું પડે, તો પણ સાધુઓ એને ખબર ન પડવા દે કે “આ દોષિત છે...” સાધુઓ તો એવો જ દેખાવ કરે કે એ વસ્તુ નિર્દોષ જ લાગે. પેલો સંયમી પૂછે તો જવાબ આપે કે “આજે એક જણને ત્યાં જમણવાર હતો, ત્યાંથી આ ગરમ શીરો મળી ગયો...” જો સાચી વાત કરે તો નૂતન સંયમીના પરિણામ નિષ્ફર બનવા લાગે. આધાકર્મી પ્રત્યેની સૂગ ઘટી જાય. અથવા તો કોઈક નૂતન સંયમી આધાકર્મી જાણીને જીદ પકડે કે “મરી જઈશ, પણ આધાકર્મી નહિ વાપરું...” તો એ મોટું નુકસાન થાય. | (છ) અહંકારથી સ્વપ્રશંસા એ મૃષા છે, પણ સાધુ પોતાના શિષ્યો-આશ્રિતોને ઉત્સાહ જાગે, એ માટે પોતાની વિશિષ્ટ આરાધનાઓ પણ જણાવે... એ સાંભળીને તેઓને પણ તેવી તેવી આરાંધના કરવાનો ઉલ્લાસ જાગે... જેમ તીર્થકરો પ્રથમ દેશનામાં પોતાની આખી સાધના વર્ણવે છે. તો આ સ્વપ્રશંસા હોવા છતાં અહંકાર ન હોવાથી આ ભાષા મૃષા ન ગણાય. (જ) પરનિંદા એ મૃષા છે, પણ કોઈક જીવ મહાશિથિલો પ્રત્યે કે ઉત્સુત્રભાષીઓ પ્રત્યે આકર્ષાઈ ગયો હોય એ વખતે જો એનું આકર્ષણ તોડવામાં ન આવે તો ઘણા નુકસાન એને થવાની સંભાવના હોય. એટલે સાધુ એની પાસે મહાશિથિલો વગેરેના દૂષણોની નિંદા કરે તો પણ એ સાધુને જૂઠનો દોષ ન લાગે. આગળ જે ક્રોધાદિ ચાર કષાયોમાં અને ભયાદિ છે નોકષાયોમાં મૃષાના દૃષ્ટાન્તો આપ્યા, એમાં પણ આ વાત સમજી લેવી કે એ જ મૃષાશબ્દો જો પુષ્ટ કારણસર બોલાયેલા હોય, તો એ મૃષા નહિ ગણાય, પણ અપવાદ ગણાશે. શિષ્ય : આનો મતલબ એ કે આપણો ભાવ જો સારો હોય તો આપણે ગમે તેમ બોલી શકીએ છીએ. એ પછી મૃષા ગણાતું નથી. જો ભાવ ખરાબ હોય તો જ મૃષા ગણાય. ગુરુ : ભાવ સારો હોય, તો ય યતના તો જાળવવી જ પડે ને? જેટલું ઓછું જૂઠ બોલવાથી કામ પતી જાય, એટલું ઓછું જૂઠ બોલવું. ભાવ સારો છે, એટલે કંઈ યતના છોડીને બમણું - ત્રણ ગણું જૂઠ ન બોલાય. ---------------------૧૮૯ - - - - - - - - - - - - - - - - - - Page #191 -------------------------------------------------------------------------- ________________ - ૯૯ - - - - ૧૯૯૯ મહાવતો ૦૯ - - - - - - - - - - દા.ત. શાસનનું કોઈક કામ કરાવવા માટે મહાશિથિલોને વંદનાદિ કરવા પડે, મFએણે વંદામિ' બોલવું પડે, એ અપવાદ છે. પણ જો માત્ર “મFએણ વંદામિ' બોલવાથી કામ પતી જાય તો વધારે પડતી પ્રશંસા, “તમે તો અતિમહાન છો. તમે છો, તો આ શાસન ચાલે છે.” વગેરે બોલવું તો એ યતનાનું ઉલ્લંઘન કહેવાય... એમ અડધો-પોણો કલાક ચાલનારા લોચ માટે જો “પંદર-વીસ મિનિટ ચાલશે” એમ કહેવાથી સાધુને આશ્વાસન મળી જ જતું હોય, તો “બસ, હવે તો પાંચ મિનિટમાં જ લોચ પતી જશે.” એ શબ્દો અયતનાવાળા કહેવાય. ટુંકમાં ઓછામાં ઓછા જૂઠથી ચાલી જાય, તો વધારે જૂઠ ન બોલવું એ યતના આદરવી. રે ! ક્યારેક તો જૂઠનો અતિરેક કરવામાં કામ થવાને બદલે બગડી જાય.. સામેવાળાને ખ્યાલ આવી જાય કે આ નકરું જૂઠ જ બોલે છે. દા.ત. મહાશિથિલોને એમ કહીએ કે “તમારા જેવા મહાસંયમી કોઈ જોયા નથી...” તો પેલો સમજે જ કે મારી શિથિલતાઓ જગજાહેર છે, છતાં આ મને મહાસંયમી કહે છે, એ મશ્કાબાજી જ લાગે છે. સ્વાર્થ સાધવાની કળા જ લાગે છે. આમ દરેક બાબતમાં વિચારવું. આ મૃષામાં પણ હિંસાની જેમ છ પદાર્થો વિચારવા. નિરતિચાર ઉત્સર્ગ... વગેરે. એમાં નીચેના વિકલ્પો ધ્યાનમાં લેવા. (૧) જે સાધુ નિરતિચાર ઉત્સર્ગ પાળતો હોય, અર્થાત્ સદાય સાચું જ બોલતો હોય. કદી પણ ક્રોધાદિથી પ્રેરાઈને જૂઠ બોલતો ન હોય. અને અપવાદમાર્ગ માટેના કારણો આવ્યા ન હોવાથી સારાભાવથી પણ જૂઠ બોલવાની એને જરૂર પડી ન હોય... એને જો ચારેબાજુથી ખૂબ પ્રશંસા મળે કે “આના જેવો સત્યવાદી કોઈ નહિ, આ મરી જાય, પણ જૂઠ ન બોલે...” અને એ પ્રશંસા સાંભળીને જો સાધુ એમાં રાગવાળો બને, તો એની ભૂમિકા એવી સર્જાશે કે એ હવે ગાઢ કારણો વખતે જૂઠ બોલવું જરૂરી હોવા છતાં પણ જૂઠ નહિ બોલે. “શાસનહીલના થાય તો ભલે થાય, મોટી હિંસા થાય તો ભલે થાય, હજારો લોકો અધર્મ પામે તો ભલે પામે પણ હું સત્ય જ બોલીશ.” એવા વિચારવાળો બને અને ખરેખર જ્યારે ગાઢ કારણો આવી પડે ત્યારે પણ સત્ય જ બોલીને શાસનની ઘોર અપભ્રાજના વગેરે દોષોમાં નિમિત્ત બની રહે. “હું જૂઠ નહિ બોલું. આ બગીચામાં ઠલ્લે પરઠવવાનું કામ મેં જ કર્યું છે. તમે મને મારી શકો છો. મને જેલમાં પૂરી શકો છો... હું જૂઠ નહિ બોલું, મેં પેલા સાધુને ચોથામાં ગરબડ કરતા જોયો જ છે, હું બધાને કહીશ. આપણે ખોટો બચાવ કરવો નથી.” --------------------- ૧૯૦ ----------------------- Page #192 -------------------------------------------------------------------------- ________________ સર્વથા મૃષાષાવાદ વિરમણ મહાવ્રત હું જૂઠ નહિ બોલું, સામેના ઘરમાં પેલા ભાઈને કોઈકનું ગળચું દાબી મારી નાંખતા મેં નજરોનજર જોયો છે. હું પોલીસને કહી જ દઈશ. હત્યા કરનારાને શિક્ષા થવી જ જોઈએ. ન્યાય તોળાવો જ જોઈએ...” આવા આવા ઉંધા વિચારો એ કેળવી લે અને ઉન્માર્ગ-ઉત્સર્ગ રૂપ સત્યભાષાનો ભાષક બને, જે ભયાનક નુકસાનો નોંતરે એ નિશ્ચિત હકીકત છે. (૨) જે પુષ્ટકારણસર યતનાપૂર્વક જૂઠ બોલે એ આમ તો અપવાદનો આરાધક છે. પણ આ સંસ્કાર ખોટા પડે, તો ધીરે ધીરે એ નાના કારણોસર પણ જૂઠ બોલતો થઈ જાય, એમાં યતનાનું ગણિત ન સાચવે. આમ સાતિચાર અપવાદનો આરાધક બને. અને ધીરે ધીરે બિન્ધાસ્ત બનીને વાતે વાતે મૃષા બોલતો થઈ જાય, એને એ અપવાદ માને. હકીકતમાં એ ઉન્માર્ગ હોય. એટલે જ અહીં પણ સમજી લેવું કે જો કારણસર પણ જૂઠ ન બોલવાથી થતું નુકસાન અલ્પ હોય, સહી શકાય એમ હોય તો થોડું નુકસાન વેઠીને પણ સત્ય બોલવું. જેથી મૃષા બોલવાના સંસ્કારો ઘૂસી ન જાય અને વાતે વાતે મૃષા બોલવાનું શરુ ન થાય. પણ જો શાસનહીલના, આત્મહીલના કે મોટી સંયમવિરાધના થવાની હોય, તો એ અટકાવવા જૂઠ બોલવું પડે તો બોલવું. બાકીની ઘણી ખરી બાબતો હિંસાની જેમ સ્વયં વિચારી લેવી. શિષ્ય : એક મહત્ત્વનો પ્રશ્ન ! તમે અત્યારે જ કહ્યું કે પુષ્ટ કારણસર યતનાપૂર્વક જૂઠ બોલીએ તો એ અપવાદમાર્ગ છે. એમાં કર્મક્ષય જ થાય છે. કોઈ નુકસાન થતું નથી. બરાબર ને ? તો શું પુષ્ટકારણસર ઉત્સૂત્રપ્રરૂપણા કરી શકાય ? પુષ્ટ કારણસર શાસ્ત્રવિરૂદ્ધ બોલી શકાય ? શું ઉત્સૂત્રપ્રરૂપણામાં અપવાદ છે ? ઉત્સૂત્રપ્રરૂપણા કરવા છતાં કર્મબંધ તો ન થાય, ઉલ્ટું વધુ ને વધુ નિર્જરા થાય... શું આ વાત સંભવિત છે ? આનંદઘનજી તો કહે છે કે “પાપ નહિ કોઈ ઉત્સૂત્રભાષણ જિસ્યો... ઉત્સૂત્રપ્રરૂપણા જેવું કોઈ પાપ નથી. અર્થાત્ આનંદઘનજીના મત પ્રમાણે તો અબ્રહ્મસેવનના પાપ કરતા પણ ઉત્સૂત્રપ્રરૂપણા વધુ ભયંકર પાપ છે ને ? હવે જો અબ્રહ્મ સેવનના પાપમાં કોઈ પણ અપવાદ ન હોય, તો એના કરતા વધુ ભયંકર એવા ઉત્સૂત્રપ્રરૂપણાના પાપમાં તો અપવાદ ન જ હોય ને ? એટલે તમારી બધી વાત બરાબર, પણ એમાં ઉત્સૂત્રપ્રરૂપણાની બાદબાકી કરી નાંખો. એમાં અપવાદ ન હોઈ શકે. એમ મને લાગે છે. ગુરુ : પહેલી વાત તો એ કે નાવવા ગુસ્સા તાવડ્યા એવ અવવાયા એ સૂત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જેટલા ઉત્સર્ગ છે, એટલા જ અપવાદ છે. એટલે ઉત્સૂત્રપ્રરૂપણા ન ૧૯૧ * * ***** Page #193 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો ક૨વી એ જો ઉત્સર્ગમાર્ગ છે, તો એનો અપવાદ પણ હશે જ કે જેમાં કારણસર યતનાપૂર્વક ઉત્સૂત્ર બોલવામાં દોષ નહિ જ લાગતો હોય. जीवात खे डे नवि किंचि पडिसिद्धं णाणुण्णायं च जिणवरिदेहिं मोत्तुं મેદુમાવું ન તું વિઘ્ના રાળવોત્તેહિં... ભગવાને કોઈપણ વસ્તુનો એકાન્તે નિષેધ કર્યો નથી કે એકાંતે અનુમતિ આપી નથી. પણ એ વાત મૈથુન સિવાય સમજવી. કેમકે મૈથુનસેવન રાગદ્વેષ વિના થતું નથી... આ ગાથામાં તો માત્ર ને માત્ર અબ્રહ્મમાં જ અપવાદનો નિષેધ કરેલો છે. બાકી તો બધા જ પદાર્થોમાં અપવાદ હોવાની વાત સૂચિત કરી જ દીધી છે. એટલે ઉત્સૂત્રપ્રરૂપણામાં પણ અપવાદ છે એ વાત તો નક્કી માનવી જ પડશે. એનો નિષેધ કરી નહિ શકાય. રહી વાત આનંદઘનજીના પદોની ! કે એમણે તો અબ્રહ્મસેવન કરતા પણ ઉત્સૂત્રપ્રરૂપણાને મોટું પાપ કહ્યું છે. તો અબ્રહ્મસેવનમાં જો અપવાદ ન હોય તો ઉત્સૂત્રપ્રરૂપણામાં તો અપવાદ હોય જ કેવી રીતે ? આ તારી દલીલ ખરેખર હાસ્ય જન્માવે એવી છે. કયું પાપ નાનું અને કયું પાપ મોટું એ તો એનાથી થનારા નુકસાનને આધારે નક્કી થાય. જ્યારે શેમાં અપવાદ હોય અને શેમાં ન હોય એ પદાર્થ તો ‘રાગદ્વેષ વિના થઈ શકે કે નહિ ?’ એના આધારે નક્કી થાય. આમ બે વસ્તુ જ આખી જૂદી છે. એ જ વાત અબ્રહ્મ અને ઉત્સૂત્રપ્રરૂપણામાં સમજવાની છે. બેમાંથી કયું પાપ મોટું ! એ જ્યારે વિચારવાનું હોય ત્યારે સામાન્યથી એમ લાગે કે અબ્રહ્મ સેવનાર તો પોતે એકલો જ પાપનો ભાગીદાર બને છે. જ્યારે ઉત્સૂત્રપ્રરૂપણા તો હજારો-લાખોકરોડો લોકોને છેક ગાઢ મિથ્યાત્વ પમાડનારી પણ બની શકે છે. એટલે ઉત્સૂત્રપ્રરૂપણામાં નુકસાનની સંભાવના ઘણી બધી વધારે છે, માટે એ પાપ અપેક્ષાએ અબ્રહ્મસેવન કરતા પણ મોટું પાપ કહેવાય. જ્યારે ઉત્સર્ગ-અપવાદની વાત કરીએ તો મૈથુન રાગ વિના થવાનું જ નથી, માટે એમાં અપવાદ નથી, ઉત્સૂત્રપ્રરૂપણા તો રાગાદિ વિના પણ સંભવિત છે, (અને ત્યારે નુકસાન પણ થતું નથી...) માટે એમાં અપવાદ હોઈ શકે છે. ટુંકમાં ઉત્સૂત્રપ્રરૂપણાથી નુકસાન થાય જ, એવો એકાંત નથી. છતાં એમાં ઘણા મોટા નુકસાનોની સંભાવના છે, એ જોઈને જ શાસ્ત્રકારોએ એને સૌથી મોટું પાપ કહ્યું છે. પણ જો એ ઉત્સૂત્રપ્રરૂપણા રાગાદિ વિના થાય તો એ અપવાદ માર્ગ પણ બની શકે છે. જો, હું તને કેટલાક પ્રશ્નો પૂછું છું. કોઈ શ્રાવકને એવી બાધા છે કે “નિરપરાધી ત્રસજીવોને મારવાનહિ.” હવે આ - ૧૯૨ * * * ** Page #194 -------------------------------------------------------------------------- ________________ ------ ------ સર્વથા મષાષાવાદ વિરમણ મહાવ્રત - - શ્રાવકને અમુક છૂટોવાળું ચતુર્થવ્રત પણ છે. આ શ્રાવક એકબાજુ વ્રત ન તૂટે એ રીતે અબ્રહ્મ પણ સેવે છે, તો બીજી બાજુ રસ્તે ચાલતી કીડીને જાણી જોઈને આંગળીથી ઘસી ઘસીને મારી નાંખે છે. હવે તું બોલ સ્વસ્ત્રી સાથે અબ્રહ્મસેવન એ મોટું પાપ કે કીડીને જાણી જોઈને ઘસી ઘસીને મારી નાંખવી એ મોટું પાપ ? કોઈપણ કહેશે કે કીડીને મારી નાંખવી એ મોટું પાપ ! પણ હવે ઉત્સર્ગ-અપવાદની વાત આવે ત્યારે એ શ્રાવક ગ્લાન સાધુ રાત્રે ગંભીર બિમારીમાં પટકાય, તો કીડી વગેરેની પરવા કર્યા વિના દોડાદોડ કરે, રાત્રે ગાડી દોડાવે.. એમાં ઘણી કીડી મરી પણ જાય, છતાં એ એના માટે અપવાદ ગણાશે. પણ શું અબ્રહ્મમાં એને આવો કોઈ અપવાદ ખરો ? કીડી પર ધડ કરતો પગ મૂકી દેવો એ શ્રાવક માટે સ્વસ્ત્રીમૈથુન કરતા મોટું પાપ હોવા છતાં પણ એમાં અપવાદ છે, કેમકે તેવા તેવા પ્રસંગોમાં એ રાગદ્વેષ વિના થઈ શકે છે. પણ સ્વસ્ત્રીમૈથુનમાં અપવાદ નથી. (વ્રતનો ભંગ ભલે એ શ્રાવકને ન હોય. તો પણ એમાં અપવાદ તો નહિ જ.) તો આ જ વાત ઉસૂત્રપ્રરૂપણામાં પણ સમજવી કે ઉસૂત્રપ્રરૂપણા એ મૈથુન કરતા મોટું પાપ હોવા છતાં એમાં અપવાદ હોઈ શકે છે, કેમકે તેવા તેવા પ્રસંગોમાં એ દોષ રાગદ્વેષ વિના પણ સેવાય છે. જ્યારે મૈથુન રાગદ્વેષ વિના સેવી શકાતું નથી. એટલે આનંદઘનજી મહારાજના શબ્દોનો તાત્પર્યાર્થ તો આ જ છે કે કોઈ સાધુ કદાગ્રહી બનીને કે પાત્રતાદિનો વિચાર કર્યા વિના સ્વચ્છંદમતિથી પદાર્થોની પ્રરૂપણા કરે તો એ મહાનુકસાન કરનાર બનતું હોવાથી એ દષ્ટિએ મૈથુન કરતા પણ ભયંકર પાપ છે. પણે એ ઉસૂત્રપ્રરૂપણા કારણવશ રાગદ્વેષ વિના કરવી પડે ત્યારે તે અપવાદમાર્ગ બને છે, અને નિર્જરા કરાવનારી બને છે. મૈથુનમાં આ હકીકત સંભવિત નથી. કેમકે એમાં રાગ થાય જ છે. શિષ્ય : અરેરે ! ગુરુવર ! આપ આ શું બોલ્યા ? કેવું ઉત્સુત્ર બોલ્યા ! ‘ઉસૂત્રપ્રરૂપણા અનંતસંસાર વધારે' એમ બોલવાને બદલે “ઉસૂત્રપ્રરૂપણા નિર્જરા કરાવનાર બને.' એમ બોલો છો ? હાય ! આ શી રીતે સંભવે ? કાં તો આપ આ પદાર્થ બોલવા અંગે ક્ષમા માંગો, કાં તો એનો સ્પષ્ટ અર્થ મને દષ્ટાન્ત સાથે સમજાવો. ગુર : હું જાણું છું કે મારી વાત તને જલ્દી નહિ સમજાય. “ઉસૂત્રપ્રરૂપણા પાપ જ બંધાવે' એ વાત એટલી બધી રૂઢ થઈ ગયેલી છે કે મારી વાત ખોટી જ લાગે. પણ શિષ્ય ! અનેકાન્તવાદને સમજવા માટે ખૂબ ધીરજ જોઈશે. આપણે માની કકકકકકકક જ ૧૯૩ - - - જા જા જા જા જ Page #195 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો લીધેલા ઘણા પદાર્થો અંગે અનેકાન્તવાદમાં બીજા પણ પાસાઓ હોય છે. જો દૃષ્ટિ વિશાળ નહિ હોય, અને સંકુચિત હશે તો આવી નાની નાની બાબતોમાં પણ આપણે અનેકાન્તવાદનો અપલાપ કરી બેસશું. ચાલો, આપણે હવે ઉત્સૂત્રપ્રરૂપણામાં અપવાદ શી રીતે સંભવે ? એ પણ જોઈએ. (ક) મહોપાધ્યાયજીએ ધર્મપ૨ીક્ષા ગ્રન્થમાં પાંચ મિથ્યાત્વના વર્ણનમાં આભિનિવેશિક મિથ્યાત્વની સુંદર વ્યાખ્યા દર્શાવ્યા બાદ કહ્યું છે કે “જિનભદ્રગણી અને સિદ્ધસેન દિવાકરસૂરિ આ બેમાંથી એકની પ્રરૂપણા ઉત્સૂત્ર છે જ. છતાં બેમાંથી જેની પણ પ્રરૂપણા ઉત્સૂત્ર હશે. તેને પણ સમ્યક્ત્વનો ઘાત નહિ થાય. મિથ્યાત્વ નહિ હણાય. કેમકે બેમાંથી એકપણ મહાત્મા કદાગ્રહી નથી. બંનેને પોતાની યુક્તિઓ, શાસ્ત્રપાઠો વગેરેના આધારે પોતાનો પદાર્થ જ જિનોક્ત લાગ્યો છે. અને જિન પ્રત્યેના અસીમ બહુમાનભાવથી જ તેઓ તે તે પદાર્થ પ્રરૂપે છે. બેમાંથી એકેયને નથી તો કદાગ્રહ કે નથી તો અહંકાર કે નથી તો કંઈપણ મલિનવૃત્તિ ! બહુ સ્પષ્ટ વાત છે કે બેમાંથી જેની પણ પ્રરૂપણા ઉત્સૂત્ર છે, તે પણ જિનવચન પરના સાચા બહુમાનભાવપૂર્વક જ, એને સસૂત્ર માનીને જ બોલ્યા છે... અને આવી પરિણતિની ધારામાં એમને ઉત્સૂત્ર પ્રરૂપણા હોવા છતાં પણ કર્મનિર્જરા જ થાય, એ વાતનો નિષેધ કરી શકાશે ખરો ? આ રહ્યા ધર્મપરીક્ષાના એ શબ્દો ! तथापि जिनभद्रसिद्धसेनादिप्रावचनिकप्रधानविप्रतिपत्तिविषयपक्षद्वयान्यतरस्य वस्तुतः शास्त्रबाधितत्वात्तदन्यतरश्रद्धानवतोऽभिनिवेशित्वप्रसङ्ग इति तद्वारणार्थं विदुषोऽपीति.... । सिद्धसेनादयश्च स्वस्वाभ्युपगतमर्थं शास्त्रतात्पर्य बाधं प्रतिसन्धायापि पक्षपातेन न प्रतिपन्नवन्तः, किन्त्वविच्छिन्नप्रावचनिक-परम्परया शास्त्रतात्पर्यमेव स्वाभ्युपगतार्थानुकूलत्वेन प्रतिसन्धायेति न तेऽभिनिवेशिनः । સાર એ કે એ બે મહાત્મામાંથી એકની પ્રરૂપણા તો ઉત્સૂત્ર છે જ. છતાં બેમાંથી એક પણ મહાત્મા કદાગ્રહી નથી જ. કેમકે એમને પોતપોતાની અવિચ્છિન્ન પરંપરા પ્રમાણે પોતે માનેલો પદાર્થ શાસ્ત્રાનુસારી જ લાગ્યો છે, માટે જ સ્વીકારેલો છે. એટલે આ વાત તો સ્પષ્ટ જ છે કે જેમ સાચો સાધુ જિનવચનરાગથી પ્રરૂપણા કરે, અને કર્મક્ષય પામે. એમ આ બે મહાત્મા પણ સાચા સાધુ જ હતા, અને જિનવચનરાગથી જ એમણે બરાબર પ્રરૂપણા કરી છે. છતાં એમાંથી કોઈક તો ઉત્સૂત્રપ્રરૂપક છે જ, તો ય એ નિર્જરા પામવાના જ. બોલો, ઉત્સૂત્રપ્રરૂપણા પણ નિર્જરાકારક બને કે નહિ ? - ૧૯૪ XXX Page #196 -------------------------------------------------------------------------- ________________ નજ -- સર્વથા અષાષાવાદ વિરમણ મહાવત ૯૯ - - (ખ) શસ્ત્રમાં લખ્યું છે કે સમ્યગ્દષ્ટિ આત્મા શાસ્ત્રીય પદાર્થની તો શ્રદ્ધા કરે જ, પણ એવું પણ બને કે ગુરુને જ અનાભોગથી કોઈક પદાર્થ ખોટો સમજાયો હોય અને એમણે એ પદાર્થ શિષ્યને પ્રરૂપ્યો હોય અને શિષ્ય એમ વિચારે કે “મારા ગુરુ તો ગીતાર્થ છે. એટલે એમની વાત સત્ય જ હોય.” શિષ્યની પોતાની હજી વિકસિત બુદ્ધિ ન હોય કે એ સ્વયં પદાર્થને ખોટા તરીકે પકડી શકે. રે ! ગુરુ પણ જેમાં અનાભોગને કારણે ભૂલ કરી બેસે, એમાં શિષ્યને એ પદાર્થ ખોટો હોવા છતાં ખોટા તરીકે ન પકડાય એ સંભવિત જ છે. હવે આ પરિસ્થિતિમાં શિષ્ય તો એ પદાર્થને જિનોક્ત જ માનીને એ રીતે જ એની પ્રરૂપણા કરવાનો. એમાં એનો એક લેશભાર પણ મલિનભાવ નથી. એની નિશાની એ છે કે જ્યારે ગુરુ એને કહેશે કે “ભૂલથી હું ઊંધુ સમજી બેઠેલો, આ પદાર્થ ખોટો છે...” તો શિષ્ય પણ પળવારમાં એ વાત સ્વીકારીને મિચ્છા મિ દુક્કડું આપવા તૈયાર જ છે. આવો શિષ્ય જિનવચન પરના ઉછળતા બહુમાનભાવ સાથે અને સદગુરુ પ્રત્યેના અસીમ વિશ્વાસથી પ્રરૂપણા કરે અને એ ગુરુની અનાભોગભૂલના કારણે ઉત્સુત્ર પણ હોય છતાં શિષ્ય ત્યાં સમ્યક્ત ગુમાવતો નથી અને કર્મક્ષય પ્રાપ્ત કરે છે, એ નિશ્ચિત હકીકત છે. (ગ) જેમ કોઈ સાધુ શ્રુતજ્ઞાનને આધારે બધી તપાસ કર્યા બાદ પણ આધાકર્મીને આધાકર્મી રૂપે પકડી ન શકે અને આધાકર્મીને નિર્દોષ માનીને વહોરે તથા વાપરે. તો આધાકર્મી ગોચરીને પણ ખરેખર નિર્દોષ માનીને વાપરતો સાધુ પુષ્કળ કર્મક્ષય પામે છે અને પિંડ નિર્યુ.માં એવા સાધુને કૈવલ્ય થયું હોવાની વાત પણ દર્શાવી છે. એમ પોતાના જ્ઞાન-ક્ષયોપશમને આધારે બધી તપાસ કર્યા બાદ પણ કોઈ સાધુ ઉસૂત્રને ઉસૂત્ર રૂપે પકડી ન શકે અને ઉત્સુત્રને સસૂત્ર માનીને સ્વીકારે તથા પ્રરૂપે તો એ ઉસૂત્ર પ્રરૂપણા પણ ખરેખર સસૂત્ર માનીને કરતો સાધુ પુષ્કળ કર્મક્ષય પામે એમાં આશ્ચર્ય શું ? જે ગણિત આધાકર્મીમાં લાગે એ જ ગણિત ઉસૂત્રપ્રરૂપણામાં કેમ ન લાગે? બંનેમાં સાધુએ પોતાના તરફથી ભરપૂર શાસ્ત્રીય યતના કરી છે, પ્રમાદ-ઉપેક્ષા-નિષ્ફરતાદિ દોષો સેવ્યા નથી. એ તો બહુ સ્પષ્ટ વાત છે. છે. એટલે જ તદ્દન નિર્દોષ ગોચરી પણ જો સાધુને પોતાના ક્ષયોપશમ પ્રમાણે આધાકર્મી લાગે અને સાધુ એ આધાકર્મી જાણીને પણ આસક્તિ વગેરેથી વહોરે-વાપરે. તો નિર્દોષ ગોચરીને પણ આધાકર્મી માનીને વાપરનાર સાધુ પાપ જ બાંધે છે અને માટે જ નિર્દોષ વાપરવા છતાં પણ એને આધાકર્મીનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. એ વાત છેદગ્રન્થોમાં દર્શાવેલી છે. જજ જક ૧૯૫ % 9 ક ક ક ક ક , Page #197 -------------------------------------------------------------------------- ________________ ૯ - ૪૯ - -૦૯-૯-૧૯૪૯ ૪૯ - મહાવ્રતો ૯૯૯-૯-૦૯-૦૯-૦૯-૨૯-૯૦-૯--ના એમ સસુત્ર પદાર્થ પણ જો કોઈ સાધુને પોતાના ક્ષયોપશમ પ્રમાણે ઉત્સુત્ર લાગે અને છતાં વ્યક્તિરાગ, કદાગ્રહ વગેરેને કારણે સાધુ સસૂત્રને પણ ઉત્સુત્ર સમજીને પ્રરૂપે તો સસૂત્રને પણ ઉત્સુત્ર માનીને પ્રરૂપનાર સાધુ ઉસૂત્રપ્રરૂપણાનું પાપ જ બાંધે છે અને માટે જ સસૂત્રપ્રરૂપણા કરવા છતાં પણ એને ઉસૂત્રપ્રરૂપણાનું પ્રાયશ્ચિત્ત આપવું પડે... શું આ વાત બરાબર નથી ? (ઘ) ઉપરના ત્રણ દષ્ટાન્તોમાં તો ઉસૂત્રપ્રરૂપણા કરનારને “આ ઉત્સુત્ર છે” એવો ખ્યાલ જ નથી, અને એટલે એને કર્મક્ષય દર્શાવ્યો છે. પણ જેમ કોઈ સાધુ માંદગી વગેરે કારણોસર આધાકર્મીને આધાકર્મી તરીકે જાણવા છતાં પણ મોટા નુકસાનોથી બચવા માટે આધાકર્મી વાપરે તો એ અપવાદમાર્ગનો જ આરાધક છે અને કર્મક્ષયને પ્રાપ્ત કરનારો છે, એમ કોઈ સાધુ અમુક પદાર્થો માટે એ બોધ ધરાવે છે કે “આ સસૂત્ર છે અને આ ઉત્સુત્ર છે તેમ છતાં એ સાધુને જો એમ લાગે કે હું આમાં સસૂત્ર પ્રરૂપણા કરીશ, તો મોટું નુકસાન થવાનો સંભવ છે, તો સાધુ સસૂત્ર ન બોલે અને ઉત્સુત્ર જાણીને પણ ઉત્સુત્ર બોલે, તો પણ એ અપવાદમાર્ગનો આરાધક છે, અને કર્મક્ષય પ્રાપ્ત કરે છે. સાર એ કે – પુણાલંબનથી નિર્દોષ ત્યાગીને સદોષ વાપરનાર સાધુ કર્મક્ષય પામે છે, પુષ્ટાલંબનથી સસૂત્ર ત્યાગીને ઉત્સુત્ર બોલનાર સાધુ કર્મક્ષય પામે છે. – પુષ્ટાલંબન વિના જો સદોષ વપરાય, તો ખૂબ પાપ બંધાય. પુષ્ટાલંબન વિના જો ઉસૂત્ર બોલાય, તો ખૂબ પાપ બંધાય. આ વાતમાં દષ્ટાન્તો વિચારીએ. * શાસ્ત્રીયદષ્ટિએ અમુક વસ્તુ ખરેખર અચિત્ત હોય, પણ સેંકડો વર્ષોથી પરંપરાથી એ વસ્તુનો સચિત્ત તરીકે જ વ્યવહાર થતો હોય. હવે જો કોઈ સાધુ શંકા પડવાથી ગીતાર્થ ગુરુને પૂછે કે “આ વસ્તુ ખરેખર સચિત્ત કે અચિત્ત ?” તો ગીતાર્થ ગુરુ જો એ સાધુની પરિપક્વતા જણાય તો એમ કહે કે “શાસ્ત્રીય દષ્ટિએ એ અચિત્ત છે, પણ પરંપરાથી એને સચિત્ત માનવાની છે અને ત્યાગવાની છે.” પણ જો એ ગુરને એમ લાગે કે “આ સાધુ પરિણત નથી, જો એને સાચી વાત કહીશ, તો એ બધાને કહેતો જશે અને સ્વયં પણ એને અચિત્ત માની વાપરતો થશે. જો આમ થશે તો ચાલી આવતી પરંપરાનો લોપ થશે, લોકોમાં બુદ્ધિભેદ થશે, લોકો મિથ્યાત્વ પામશે. માટે આને સાચી વાત કહેવા જેવી નથી.” તો ગુરુ એને એમ જે કહેશે કે “આ સચિત્ત જ છે.” Page #198 -------------------------------------------------------------------------- ________________ -----------૦૯ સર્વથા મૃષાષાવાદ વિરમણ મહાવ્રત -૪૯-૯-૧૯૯૯ હવે જે વસ્તુ શાસ્ત્રીયદષ્ટિએ અચિત્ત છે, એને શાસ્ત્રીયદષ્ટિથી સચિત્ત કહેવી એ ઉસૂત્ર પ્રરૂપણા છે, છતાં પણ ગુરૂ ત્યાં દોષના ભાગીદાર બનતા નથી જ. * ગીતાર્થ સાધુ કારણસર યતનાથી દોષ સેવે, તો એને કોઈપણ પ્રાયશ્ચિત્ત ન જ આવે આ સસૂત્ર પદાર્થ છે. પણ જો એ દોષસેવનને બીજા અગીતાર્થો પણ જાણી ગયા હોય અને એટલે એને પ્રાયશ્ચિત્ત ન આપવામાં આવે, તો અગીતાર્થોમાં દોષની સૂગ નીકળી જાય, અનવસ્થાદિ દોષો ઉભા થાય. આ દોષો અટકાવવા માટે ગુરુ પેલા સાધુને કહે કે “તેં આ જે દોષો સેવેલા છે, એ બદલ તને આટલું પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે..” ખરેખર જે દોષસેવનનું પ્રાયશ્ચિત્ત જ નથી, એ સસૂત્રપદાર્થની સામે ગુરુ ત્યાં પ્રાયશ્ચિત્ત દર્શાવે છે, એ ઉસૂત્ર જ છે અને છતાં ગુરુ લેશ પણ દોષના ભાગીદાર બનતા નથી. * કોઈક જૈનેતરો કદાગ્રહથી એમ માને છે કે “આત્મા અનિત્ય જ છે.” એની આ મિથ્યા માન્યતાનું ખંડન કરવા માટે સાધુ આવું બોલે કે “આત્મા નિત્ય જ છે.” અને પછી યુક્તિઓ દ્વારા આત્માને નિત્ય તરીકે સાબિત કરે. - હવે ખરેખર તો “આત્મા કથંચિત્ નિત્યાનિત્ય છે.” છતાં પણ સાધુ “આત્મા નિત્ય જ છે” એ વાતને જોરશોરથી પ્રરૂપે, તો એ આમ તો ઉસૂત્ર જ છે, છતાં પણ બીજાના મિથ્યાત્વને દૂર કરવા માટેની આવી દેખીતી ઉસૂત્ર પ્રરૂપણા કર્મક્ષય જ કરાવે છે. શાસ્ત્રો એને નયદેશના કહે છે. એમાં જ કારનો ઉપયોગ કરવાની પણ છૂટ છે. એ વખતે જો નિત્યાનિત્યની ભેગી વાત કરે તો પૂર્વપક્ષને તોડવામાં મહેનત વધી જાય... * શ્રી દશવૈકાલિકસૂત્ર પ્રવૃત્તિમાં સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ ફરમાવ્યું છે કે “વાદીને જીતવા માટે ક્યારેક ઉત્સુત્ર પણ બોલાય. જેમકે રોહગુપ્ત પરિવ્રાજકને જીતવા માટે નો જીવ પદાર્થની પ્રરૂપણા કરી.” આ પ્રરૂપણા ઉત્સુત્ર હતી, એ તો બધા જાણે છે. છતાં વાદીને જીતવા માટે, એના દ્વારા શાસનહીલના અટકાવવા અને શાસનપ્રભાવના કરવા માટે ઉત્સુત્રપ્રરૂપણાની પણ સંમતિ અપાઈ. રોહગુપ્ત નિહુનવ જાહેર થયો છે. એ એની ઉત્સુત્રપ્રરૂપણાના કારણે નહિ, પણ ઉસૂત્રમાન્યતાના કારણે ! તે પોતે પણ એવું માનવા માંડેલો કે “નોજીવ નામનો પદાર્થ છે.” ઉસૂત્રમાન્યતા આવે તો તો મિથ્યાત્વ આવવાનું અને એટલે જ એ નિહુનવ જાહેર થયો. એની માન્યતા જો સ્પષ્ટ હોત કે પદાર્થ બે જ છે. જીવ અને અજીવ.' તો એ નિહનવ ન ગણાત. ટુંકમાં અશુભ પરિણતિ કરવાની છૂટ નથી અપાતી, પણ અશુભપ્રવૃત્તિની તો અપવાદમાર્ગે રજા અપાય જ છે. ઉસૂત્રમાન્યતા એ અશુભ પરિણતિ છે, ઉસૂત્રપ્રરૂપણા એ અશુભપ્રવૃત્તિ છે. જલજ - - - - - - - - - - - - ૧૯ - - - - - - - - - - - - - - - - - - - Page #199 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો વીરશાસનમાં જે સાત-આઠ નિદ્ભવો થયા છે. તેઓ ઉત્સૂત્રમાન્યતાપૂર્વક ઉત્સૂત્રપ્રરૂપણા કરનારા હતા, માટે જ નિહ્નવ છે. જો ઉત્સૂત્ર માન્યતા ન હોત, અનાભોગથી કે વિશેષ કારણસર જ ઉત્સૂત્રપ્રરૂપણાવાળા હોત તો તેઓ નિષ્નવ ન ગણાત એ સ્પષ્ટ વાત છે. ** આમ ઘણા બધા પદાર્થોથી એ તો દીવા જેવું સ્પષ્ટ સમજાય છે કે જેમ બીજા બધા મૃષાવાદોમાં અપવાદ હોય, તેમ ઉત્સૂત્રપ્રરૂપણામાં પણ અપવાદ હોય જ. અને અપવાદમાર્ગ જીવને મોક્ષ તરફ લઈ જાય... પણ પૂર્વે જણાવ્યું તેમ અપવાદ એ કાચો રસ્તો છે, લપસણીયો પત્થર છે. અપવાદમાર્ગે આગળ વધવું ઘણું ઘણું અઘરું છે. નિરતિચાર અપવાદ એ સાતિચાર અને છેવટે ઉન્માર્ગ બની જાય તો કોઈ નવાઈ નહિ. માટે જ બને ત્યાં સુધી તો કારણસર પણ ઉત્સૂત્રપ્રરૂપણાનો આશરો ન જ લેવો, એ મહાભયંક૨ નુકસાનો સર્જી શકે છે. જરાક પણ ગફલત થઈ તો સીધો અનંતસંસાર પણ ઉભો કરી દે. એનો સારાંશ ફરી યાદ કરી લઈએ. (૧) પ્રમત્તયો વસંતમિયાન અમૃતં = કષાય - નોકષાયથી પ્રેરાઈને જૂઠ બોલવું એ મૃષા! (૨) પુષ્ટાલંબનથી યતનાપૂર્વક જૂઠ બોલાય તો એમાં બીજા મહાવ્રતનો ભંગ થતો નથી. પણ એમાં સંસ્કારો ખોટા ન પડી જાય એની કાળજી ખૂબ કરવી રહી. (૩) જડતાપૂર્વક સત્યને પકડી રાખવું, એનાથી મોટા નુકસાનો ઉભા થવા દેવા એ સત્ય પણ હકીકતમાં ઉન્માર્ગ છે, મોક્ષમાર્ગ નથી. (૪) જૂઠ બોલવાના કારણો જ ન હોય, એટલે શાસ્રીય રીતે સત્ય બોલવું એ નિરતિચાર - ઉત્સર્ગ. (૫) સાચું પણ લંબાવીને બોલવું, મુહપત્તિ વિના બોલવું... એ સાતિચાર ઉત્સર્ગ. (૬) મોટા નુકસાનો ભલે આવે, તો ય સત્ય જ બોલવું એ ઉન્માર્ગ ઉત્સર્ગ. (૭) ગીતાર્થ / ગીતાર્થનિશ્રિત પુષ્ટાલંબનથી યતનાપૂર્વક જૂઠ બોલે એ નિરતિચાર અપવાદ. (૮) મંદ-આલંબનથી કે અલ્પયતનાથી જૂઠ બોલવું એ સાતિચાર અપવાદ. (૯) વગર કારણે, બેફામ બનીને જૂઠ બોલવું એ ઉન્માર્ગ અપવાદ. પ્રશ્ન : વૃત્તિમાં તો પ્રેમ, દ્વેષ, કલહાદિથી થતા મૃષાવાદનો પણ ઉલ્લેખ કરેલો છે, એ તમે કેમ નથી જણાવ્યા ? ઉત્તર : એ બધાનો કષાય-નોકષાયમાં સમાવેશ થઈ શકે છે, એટલે એ બધા પણ * ૧૯૮****** ** Page #200 -------------------------------------------------------------------------- ________________ ------------- સર્વથા મૃષાષાવાદ વિરમણ મહાવત - ૨૯-૦૯-૦૯ - - - - આમાં આવી જ ગયેલા જાણવા. વૃત્તિકારશ્રીએ ચાર પ્રકારે મૃષાવાદ બતાવેલો છે. (૧) સદુભાવપ્રતિષેધ : વિદ્યમાન પદાર્થોનો નિષેધ કરવો તે. દા.ત. આત્મા નથી, પુણ્ય-પાપ નથી, મહાવિદેહ નથી, ચોવીસ તિર્થંકરો કે વીસ વિરહમાન નથી પણ ઓછા છે... વગેરે. (૨) અસદ્ભાવ-ઉદ્દભાવનઃ આત્મા સર્વવ્યાપી છે... વગેરે અવિદ્યમાન પદાર્થોની પ્રરૂપણા કરવી. (૩) અર્થાન્તર : ગાયને ઘોડો કહેવો, સમ્યક્તીને મિથ્યાત્વી કહેવો, સાધુને સંસારી કહેવો, વિરાધકને આરાધક કહેવો... વગેરે. | (૪) ગર્તા : કાણાને કાણો કહેવો, મિથ્યાત્વીને પણ મિથ્યાત્વી કહેવો, હિંસકને હત્યારો – કસાઈ કહેવો, વિકારીને કામી-સ્ત્રીલંપટ કહેવો, ... ટુંકમાં જેનાથી પારકાને દુઃખ થાય, આઘાત લાગે એવા શબ્દો બોલવા એ ગહ ! - આ ચારમાં પણ યથાસંભવ ઉત્સર્ગ, અપવાદ, ઉન્માર્ગ વગેરેનો, અતિચારાદિનો વિચાર સ્વયં કરી લેવો. ' અહીં આ બીજા મહાવ્રતનું વર્ણન પૂર્ણ થાય છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪. સર્વથા અદત્તાદાન વિરમણ મહાવ્રત આજ સૌથી પહેલા મુખ્ય સૂત્ર જોઈ લઈએ. अहावरे तच्चे भंते ! महव्वए अदिन्नादाणाओ वेरमणं, सव्वं भंते ! अदिन्नादाणं पच्चक्खामि से गामे वा नगरे वा रणे वा अप्पं वा बहं वा अणं वा थलं वा चित्तमंतं वा अचितमंतं वा नेव सयं अदिन्नं गिण्हिज्जा, नेवऽन्नेहिं अदिन्नं गिण्हाविज्जा, अदिन्नं गिण्हते वि अन्ने न समणुजाणामि जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि । तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । तच्चे भंते महव्वए उवदिओमि सव्वाओ अदिन्नादाणाओ वेरमणं ॥ આનો સામાન્યથી અર્થ આ પ્રમાણે છે કે “ત્રીજા મહાવ્રતમાં અદત્તાદાનથી વિરમણ હોય છે. હે ભગવન્! હું સંપૂર્ણ અદત્તાદાનનું પચ્ચકખાણ કરું છું. ગામમાં, નગરમાં કે જંગલમાં... અલ્પ કે બહુ, અણુ કે ચૂલ, સચિત્ત કે અચિંત્ત... હું જાતે અદત્ત લઈશ નહિ. બીજાઓ વડે અદત્ત લેવડાવીશ નહિ, અદત્તને ગ્રહણ કરતા બીજાઓને હું રજા નહિ આપું, આ પ્રતિજ્ઞા યાવજીવ માટે લઉં છું. , ત્રિવિધ-ત્રિવિધે મનથી-વચનથી-કાયાથી અદત્ત લઈશ નહિ, અદત્ત લેવડાવીશ નહિ, અદત્ત લેનારાને અનુમતિ આપીશ નહિ. હે ભગવનું ! હું અદત્તાદાનનું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું, ગહ કરું છું. અદત્તાદાન લેનારા મારા આત્માને ત્યાગી દઉં છું. હે ભગવન્! ત્રીજા મહાવ્રતમાં ઉપસ્થિત થયેલો હું બધા જ અદત્તાદાનથી વિરમણ સ્વીકારું છું.” હવે આનો વિસ્તારથી અર્થ જોઈએ. ૨૯--૯--૦૯ - - - - - - - - - - - - ૨૦૦૯ - - - - - - - - - - - - - - Page #202 -------------------------------------------------------------------------- ________________ જ જ સર્વથા અદત્તાદાન વિરમણ માવત : તત્ત્વાર્થસૂવૃત્તિ પ્રમાણે એની વ્યાખ્યા આ પ્રમાણે છે કે પ્રમત્તયો વિદ્વત્તાવીને તેયં કોઈએ નહિ આપેલી વસ્તુ પ્રમાદયોગથી લેવી એ ચોરી. અહીં પ્રમાદ એટલે રાગ, દ્વેષ અને શક્તિનિગૂહન એ ત્રણેય સમજવા. સૂત્રમાં અને વા નારે વા ર0 વા જે લખ્યું છે, તે એ દર્શાવવા માટે કે કોઈપણ ક્ષેત્રમાં આ અદત્તાદાન નથી કરવાનું. બધું વા = સસ્તુ વડું વા = મોઘુ. વા = નાનું થુક્ત વા = મોટું. વિત્તમંત વ = સચિત્ત વિત્તમંત વા = અચિત્ત. આમાં તે તે વસ્તુનો જે માલિક હોય, એ જયાં સુધી તે વસ્તુ સાધુને ન આપે, કે ન અપાવડાવે ત્યાં સુધી એ વસ્તુ અદત્ત ગણાય. આવી માલિકે નહિ આપેલી વસ્તુ જો સાધુ લે તો સાધુને અદત્તાદાનનો દોષ લાગે. એ પણ જો પ્રમાદથી લે તો જ દોષ, અન્યથા નહિ. શિષ્ય : વસ્તુના માલિક કોણ કોણ હોય ? ગુર: સામાન્યથી ચાર પ્રફારના માલિક છે. (૧) સ્વામી (૨) જીવ (૩) ગુરુ (૪) તીર્થકર. હવે આમાં શી રીતે તેય સંભવે એ જોઈએ. (૧) સ્વામી-અદત્ત : (ક) વસ્ત્ર-પાત્રા-દાંડો-સુપડી-પુસ્તકો-પ્રતો + બોલપેન - ટેબલ – પાટ વગેરે જે સાધુએ ગુરુની રજાથી લીધા હોય, તે બધાનો માલિક તે તે સાધુ ગણાય. હવે જો આપણે સાધુને પૂછડ્યા વિના એનો દાંડો લઈ જઈએ, તરાણી કે પાત્રાદિ લઈ જઈએ, એની કામળી વગેરે પહેરી લઈએ, એની બોલપેન કે ટેબલ કે સુપડી વગેરે લઈએ... તો એ સ્વામી-અદત્તનું ગ્રહણ કહેવાય. આમાં ત્રીજા મહાવ્રતનો ભંગ થાય. પ્રશ્ન : પણ એ સાધુ આપણો પાકો મિત્ર હોય તો પણ એની વસ્તુ એને પૂછયા વિના ન લેવાય. - ઉત્તર : ના, એ બધા સાંસારિક મૈત્રી સંબંધોને લોકોત્તર શાસનના આચારોમાં ન ઘુસાડવા. એની સાથે ભલે આપણી આત્મીયતા હોય, છતાં એને પૂછ્યા વિના લઈએ તો એને દુ:ખ પણ થાય. એ વસ્તુને શોધ્યા કરે, ન મળવાથી દુઃખી થાય... આ બધાના કારણે છેલ્લે એને ક્રોધ પણ જાગે. એટલે જ ભલે ને એ સાધુ આપણો લંગોટીયો મિત્ર હોય, ભલે ને એ સંસારી સગો ભાઈ હોય તો પણ એને પૂછ્યા વિના કંઈ જ ન લેવું. - - - - - - - - - - - - - - - - - - - - - ૨૦૧ ------ Page #203 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો પ્રશ્ન : પણ એ મિત્રસાધુએ આપણને કહી રાખ્યું હોય કે “તમારે ગમે ત્યારે પણ મારી કોઈપણ વસ્તુ લેવાની છૂટ ! હું તમને રજા આપું છું. તમારે મને પૂછવાની જરૂર નહિ.” તો તો પછી એને પૂછ્યા વિના એની વસ્તુઓ લેવાય ને ? ઉત્તર : ના, તો પણ ન લેવાય. પહેલી વાત તો એ કે સમજુ સાધુ આ રીતની છૂટ ન આપે. કેમકે આનાથી તો સામેના સાધુમાં કોઈની પણ વસ્તુ પૂછ્યા વિના લઈ લેવાના સંસ્કાર પડે છે, આચારમર્યાદા લોપાય છે, એટલે સમજુ સાધુ આવું કહે જ નહિ. પણ ધારો કે ઉદારતા + મુગ્ધતાના મિશ્રણના કારણે એ એમ કહી દે તોપણ આપણે એની વસ્તુઓ પૂછયા પછી જ લેવી. એનું કારણ એ કે જીવના અધ્યવસાય સદા માટે સરખા નથી હોતા. કાળ બદલાય, પરિસ્થિતિ બદલાય, સંયોગો બદલાય એટલે જીવના ભાવો પણ બદલાઈ જાય. એટલે એ સાધુએ ઉલ્લાસમાં આવીને આપણને એની કોઈપણ વસ્તુ લેવાની રજા આપી... પણ જ્યારે આપણે એ રીતે વસ્તુ લઈએ ત્યારે એને ગુસ્સો પણ આવી જાય, દુઃખ પણ થાય... આ સંભાવના નકારી શકાતી નથી જ. માટે જ એણે ભલે હા પાડી હોય તો પણ એને પૂછીને એની રજા મેળવ્યા વિના એની વસ્તુ ન લેવી. જો લેવામાં આવે તો સ્વામી-અદત્તનો દોષ લાગે જ, એમ નિશ્ચિત જાણવું. - ઘણીવાર એવું બને પણ છે કે આપણે પૂછયા વિના કોઈ સાધુની વસ્તુ = દાંડો વગેરે લઈ જઈએ, બીજી બાજુ અચાનક એને એ વસ્તુની જરૂર પડે. એ તપાસ કરે, પણ મળે નહિ. એટલે આખા ઉપાશ્રયમાં તપાસ કરે, બધાને પૂછે... આમાં એનો સમય બગડે, સ્થંડિલ જવાદિ કાર્યમાં વિલંબ થાય... એને તો ખબર જ નથી કે ‘આપણે લઈ ગયા છીએ’ એટલે જ્યાં સુધી એ ખબર નહિ પડે ત્યાં સુધી એને ચિંતા રહે કે “મારી વસ્તુ ક્યાં ગઈ ? કોઈ ચોરી ગયું હશે ? હું જ ક્યાંક ભૂલી આવ્યો હોઈશ...” આમ એને આર્તધ્યાન પણ થાય. આવું અનુભવવા પણ મળે છે, માટે જ ભલે એ સાધુ સગોભાઈ હોય, એણે હસતા હસતા બધી રજા આપી હોય તો પણ એને પૂછયા વિના વસ્તુ ન જ લેવી, જો લો તો મહાવ્રતનો ભંગ થાય. (ખ) ઉપાશ્રયનો માલિક શ્રી સંઘ છે, એના મુખ્ય વહીવટકર્તાઓ છે. એમની રજા લીધા વિના જો ઉપાશ્રયમાં ઉતરીએ તો એ પણ સ્વામી - અદત્ત ગણાય. વહીવટકર્તાઓ કદાચ હાજર ન હોય, પણ એમણે જે મુનીમ કે માણસ વગેરેને ઉપાશ્રય ખાતે નીમેલો હોય, તેની રજા લઈને પણ ઉતરી શકાય. પણ કોઈની પણ રજા લીધા વિના ઉપાશ્રયમાં ન ઉતરાય. “અમે અહીં ઉતરીએ...” એમ કહેવું જોઈએ. વહીવટકર્તા રજા આપે તો ઉતરાય, ના પાડે તો ન ઉતરાય. ***** ૨૦૨૦**** Page #204 -------------------------------------------------------------------------- ________________ સર્વથા અદત્તાદાત વિરમણ મહાવ્રત એમ વહીવટકર્તાઓએ અમુક જ દિવસ સુધી રોકાવાની રજા આપી હોય તો એના કરતા વધુ દિવસ ન રોકાવાય. રોકાવું હોય તો વહીવટકર્તાઓની રજા લેવી જરુરી છે. આમાં જો ગરબડ કરવામાં આવે તો સ્વામી-અદત્તનો દોષ લાગે. (ગ) ઉપાશ્રયમાં સાધુઓ બિરાજમાન જ હોય અને આપણે પહોંચીએ, તો એ સાધુઓની પણ રજા લેવી પડે કે “અમે અહીં ઉતરીએ ?” તથા ઉપાશ્રયમાં કઈ જગ્યા વાપરવી, કેટલી જગ્યા વાપરવી, કેટલો સમય રોકાવાનું છે... વગેરે તમામ પ્રકારની રજા એ બિરાજમાન સાધુઓની લેવી પડે. જો એમ ન કરવામાં આવે, તો સ્વામીઅદત્તનો દોષ લાગે. (ઘ) ગોચરી વહોરવા માટે પણ કયા ઘરોમાં જવું એ સ્થાનિક સાધુઓને પૂછીને જ નક્કી કરવું પડે. કેમકે જો એમને પૂછ્યા વિના આપણે ઘરોમાં ગોચરી જઈએ, તો શક્ય છે કે એ જ ઘરોમાંથી તેઓ ગ્લાદિને પ્રાયોગ્ય નિર્દોષ વસ્તુ લાવતા હોય, પણ હવે આપણે ત્યાં જઈ આવ્યા એટલે તેઓ ત્યાંથી વહોરી ન શકે, એમાં ગ્લાનને અશાતા વગેરે પણ થાય. એટલે ખરેખર તો ત્યાંના ઘરોમાં ગોચરીની માલિકી પણ એમની છે. તેઓ જે ઘરોમાં જવાની રજા આપે, એ ઘરોમાંથી જ ગોચરી લેવાય. (ચ) માતા-પિતાની રજા લિધા વિના મુમુક્ષને ભગાડીને દીક્ષા આપવામાં આવે. મુમુક્ષુના માલિક એના માતા-પિંતા છે. એમને અંધારામાં રાખીને ભગાડીને દીક્ષા આપવી એ સ્તેય છે, એ સ્પષ્ટ વાત છે. પ્રશ્ન : આ વાત બરાબર નથી. જ્યાં સુધી છોકરો નાનો હોય, અણસમજુ હોય ત્યાં સુધી જ માતાપિતાની રજા લેવી જરુરી. પણ છોકરો મોટો થઈ ગયો હોય તો એને માટે માતા-પિતાની રજા લેવાની કોઈ જરુર જ નથી. આજે લોકોમાં પણ આ જ વાત પ્રચલિત છે. ૧૫-૧૭ વર્ષની ઉંમર સુધી છોકરા-છોકરીઓ પોતાની મેળે લગ્નાદિ ન કરી શકે, કરે તો કોર્ટમાં કેસ ચાલી શકે. પણ અમુક ઉંમર પછી તેઓ મા-બાપની રજા વિના પણ લગ્ન કરે તો એમાં એમને કાયદાકીય રીતે કોઈ દોષ ગણાતો નથી. ટુંકમાં સરકારે વૉટ આપવાની જે ઉંમર નક્કી કરી છે, એનાથી ઓછી ઉંમરના મુમુક્ષુઓને દીક્ષા આપવા માટે મા-બાપની રજા જરુરી ખરી, પણ વોટ આપવાની ઉંમર પામી ચૂકેલાઓને તો ભગાડીને પણ દીક્ષા આપી શકાય, એમાં કોઈ ચોરી ન ગણાય. ઉત્તર : આ તમારી વાત માટે શું કોઈ શાસ્ત્રાધાર છે ? લોકોની સમજ પ્રમાણે લોકોત્તર શાસનના નિયમો ઘડાતા નથી, એ ધ્યાનમાં રાખવું. તે દર્શાવેલી બાબત ક્યાંય શાસ્ત્રમાં દર્શાવી હોય તો બતાવ બાકી સ્વચ્છંદ કલ્પનાનો જિનશાસનમાં સ્પષ્ટ નિષેધ છે. છોકરો નાની ઉંમરનો હોય કે મોટી ઉંમરનો હોય એને જો દીક્ષા આપવી હોય તો XXXX 203 XXX Page #205 -------------------------------------------------------------------------- ________________ - ૯-૪૯ ૯-૯૪ ૨૯ ૪૯ ૪૯ ૪૯-૪૯ ૪૯ મહાવતો -૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯-૯-૪૯ ૪૯ ૪૯ ૪૯ મુખ્યત્વે એના મા-બાપની રજા લેવી પડે. ભગાડીને દીક્ષા આપે તો સ્વામી-અદત્તનો દોષ લાગે જ, એ નક્કી વાત છે. પ્રશ્ન : તો શું ભગાડીને દીક્ષા ન જ અપાય? મા-બાપ ના પાડે, તો દીક્ષા બંધ કરી સંસાર માંડવાનો ? ઉત્તર : મેં તને ઉત્સર્ગમાર્ગ બતાડ્યો અપવાદનું વર્ણન આગળ કરશું. (છ) કોઈક મુમુક્ષુ બીજા કોઈ સંવિગ્ન મહાત્માનો શિષ્ય થવાનો હોય, એના માબાપની રજા પણ હોય પણ આપણે એ મુમુક્ષુને ઊંધું-ચત્તે ભરમાવી દઈએ, એ સંવિગ્ન મહાત્માના નાના-નાના દોષોને મોટા કરીને મુમુક્ષુને ત્યાં દીક્ષા લેતા અટકાવીએ અને આપણી મહાનતા સીધી કે આડકતરી રીતે વર્ણવીને આપણી પાસે દીક્ષા લેવા માટે તૈયાર કરીએ તો, ખરેખર તો એ મુમુક્ષુનો સ્વામી એ સંવિગ્ન મહાત્મા ગણાય. પણ એની રજા લીધા વિના એના મુમુક્ષુને આપણે દીક્ષા આપી દઈએ તો એ પણ સ્વામી-અદત્ત ગણાય. (જો કે આ પદાર્થ ઘણો જ મોટો છે. કયો સાધુ કયા મુમુક્ષુનો ક્યાં સુધી માલિક... એ બધા પદાર્થો ઘણા ઊંડા છે. એ માટે વ્યવહારસૂત્ર-ભાષ્ય વગેરે ગ્રન્થોનું સૂક્ષ્મ પરિશીલન કરવું જરુરી છે. અહીં તો ઓઘથી જ આ પદાર્થ દર્શાવ્યો છે.) (જ) કોઈના પણ ઘરે વહોરવા જઈએ, ત્યારે ઘરના માલિકની રજા લીધા વિના સીધા અંદર ન જવાય. એ ઘરનો માલિક જ્યાં સુધી અંદર આવવાની સંમતિ ન આપે, ત્યાં સુધી જો અંદર જવામાં આવે તો એ પણ સ્વામી અદત્ત છે. એમાંય અજૈનઘરોમાં ગોચરી જતી વખતે તો આ કાળજી ખાસ રાખવી પડે. કેમકે જો પૂછ્યા વિના અંદર જઈએ તો તેઓ ગુસ્સે થાય, આપણને ચોર પણ સમજી બેસે... બહેનો કપડા બદલવાદિ કામ કરતા હોય અને સાધુ અંદર પહોંચી જાય તો તેઓ ખૂબ સંકોચ પામે, અજેનો તો આવી પરિસ્થિતિમાં મારી પણ દે. એટલે જૈન કે અજૈન, કોઈપણ ઘરોમાં રજા મળે, પછી જ પ્રવેશ કરવો. (ઝ) પાઠ વખતે વિદ્યાગુરુનું આસન એમને પૂછ્યા વિના જ લઈ જઈને પાથરી દઈએ, વિહાર કરીને આવેલા સાધુઓ ઉપધિ બહાર મૂકી દર્શન કરવા ગયા હોય અને સ્થાનિક સાધુઓ એમને પૂછ્યા વિના બધી ઉપાધિ ઉંચકી ઉપાશ્રયમાં લાવી દે,... તો આ પણ સ્વામી-અદત્ત છે. વિદ્યાગુરુ પાઠમાં જવા માટે પોતાનું આસન શોધ્યા જ કરે.... તો દેરાસરમાંથી બહાર નીકળ્યા બાદ સાધુઓ પોતાની ઉપધિ ન દેખાવાથી ચિંતામાં પડે... વગેરે દોષો આમાં લાગવા સંભવિત છે. (૨) માંડલીમાં આવેલી ગોચરી વહેંચવાની જવાબદારી વ્યવસ્થાપકની છે, એટલે ગુરુને બતાવી દીધા બાદ એ ગોચરી માંડલીમાં મુકાય એટલે એ ગોચરીની માલિકી - - - - - - - - - - - - - - - - ૨૦૪ - - - - - - - - - - - - - - Page #206 -------------------------------------------------------------------------- ________________ સર્વથા અદત્તાદાન વિરમણ મહાવત - - - - સામાન્યથી વ્યવસ્થાપકની ગણાય. એને પૂછ્યા વિના કોઈપણ વસ્તુ કોઈપણ સાધુને વાપરવાદિ માટે આપી ન શકાય. (ઠ) કોઈ સાધુ પાત્રામાં પોતાની ગોચરી કાઢીને અન્ય કામ માટે જાય, પછી એની કાઢેલી ગોચરીમાંથી કોઈપણ ચીજ એને પૂછ્યા વિના ન લેવાય. “અત્યારે જરૂર છે, એમના પાત્રામાં છે. આપણે લઈ લો, એમના માટે વધઘટમાં લઈ આવશું...” એમ વિચારીએ અને કરીએ એ ન ચાલે. કેમકે ધારો કે વધઘટમાં એને પ્રતિકૂળ ગોચરી આવી તો ? વધઘટ લાવતા વિલંબ થયો અને એને વહેલું વાપરવાનું મન થાય તો ? ચોમાસામાં વરસાદાદિના કારણે વધઘટ માટે નીકળી જ ન શકાય. કે ઘણો વિલંબ થાય તો ?... આ બધા કારણોસર એને પીડા થાય. માટે જ એની રજા લીધા વિના એની કાઢેલી ગોચરીમાંથી એક પણ વસ્તુ લઈએ તો એ સ્વામી-અદત્ત જ ગણાય. (ડ) સાધુનો માત્રાનો પ્યાલો પડ્યો હોય, એ એને પૂછ્યા વિના – રજા લીધા વિના ન પરઠવાય. કેમકે એ પ્યાલાની માલિકી એની છે. ઘણીવાર એવું બને કે એને બાધા હોય કે “મારે મારો પ્યાલો જાતે જ પરઠવવો.” હવે જો બીજો સાધુ ગૂપચૂપ રીતે એનો પ્યાલો પરઠવી આવે તો એ સાધુને બાધાનો ભંગ થવાથી આર્તધ્યાન થાય, ખેદ થાય, કદાચ ઝઘડો પણ કરી બેસે. • સ્પંડિલના પ્યાલા માટે પણ આ જ વાત સમજી લેવી. (ઢ) ઉપાશ્રયમાં જે સાધુ જે સ્થાને ગોઠવાયો હોય, તે સ્થાનની માલિકી એ સાધુની ગણાય. એની રજા વિના ત્યાં આરામ કરીએ કે ત્યાં પાઠ લેવા-આપવા બેસીએ કે ત્યાં શ્રાવકો સાથે વાતચીત કરવા બેસીએ તો એ પણ સ્વામી – અદત્ત જ છે. સ્થાનના માલિક સાધુને આ બધું ન પણ ગમે, એને અવાજ વગેરેને લીધે ત્રાસ થાય, ઊંઘ ન આવે,... માટે આ પણ તેય છે, ખોટું છે. (ત) “એ શ્રાવક તો મારો ભક્ત છે, પાંચ-દસ હજારનો ખર્ચો એને પૂછ્યા વિના પણ કરી લઉં તો કોઈ વાંધો નહિ' એમ વિચારીને જો સાધુ તે તે શ્રાવકની રજા લીધા વિના એના નામે તપના બેસણા કે શિબિર કે વરઘોડાદિના કોઈ ચડાવાનો લાભ લેવડાવે અને પાછળથી શ્રાવકને કહે કે “તમારા નામે આટલો લાભ લીધો છે” તો આપણે શ્રાવકના ધનની એક પ્રકારની ચોરી જ છે. એની ઈચ્છા ન હોય તો એને દુઃખ થાય. જો શરમના કારણે ના ન પાડી શકે તો આર્તધ્યાન સાથે રકમ ચૂકવે, સાધુ પ્રત્યે અરુચિ પામે. માટે આ રીતે ન કરાય. | (થ) શ્રાવકની હાજરીમાં જ, પણ બળજબરીથી પૈસા લખાવડાવીએ કે “તમારા પાંચ હજાર નહિ ચાલે, તમારે દસ લખાવવા જ પડશે...” તો એ પણ એક પ્રકારનું અદત્તાદાન છે. -૦૯--૦૯-૦૯-૦૯-૦૯ - - - - ૨૦૫ --- -------------------- Page #207 -------------------------------------------------------------------------- ________________ ---- -- ----- ૦૯ મહાવતો --- ---------- જેમ કોઈ ચોર ચપ્પ કે બંદુકના ભયથી માણસને ગભરાવીને એની ઈચ્છા ન હોવા છતાં એનું ધન લઈ લે તો એ ચોરી જ કહેવાય. એમ અહીં પણ સાધુ શ્રાવકને શરમમાં નાખી, બેઈજ્જત થવાના ભયમાં નાંખી, કંજુસ દેખાઈ જવાના ભયમાં નાંખી એની અનિચ્છાએ વધુ દાન કરાવડાવે તો એ અદત્તાદાન જ છે, એ નક્કી માનવું. (દ) કોઈનું પુસ્તક, કોઈના ચિંતન આપણે આપણા નામે છપાવીએ, એમાં પેલા ચિંતક – લેખકના નામનો ઉલ્લેખ પણ ન કરીએ એ પણ એની ચોરી કહેવાય. એ પુસ્તક કે એના અમુક લેખને છપાવતા પહેલા આપણે એની રજા તો લઈ જ લેવી જોઈએ. ઘણીવાર એવું બને છે કે કોઈકના લેખો એની રજા વિના, એના નામનો ઉલ્લેખ વિના છપાવવામાં આવે તો એ લેખક ગુસ્સે થાય, કદાચ કોર્ટમાં કેસ પણ દાખલ કરે... માટે જ તો પુસ્તકમાં લખવામાં આવે છે “પુસ્તક છપાવવાના સર્વાધિકાર પ્રકાશકને આધીન છે.” અર્થાતુ પ્રકાશક વિના બીજો કોઈપણ માણસ એ પુસ્તક છપાવી ન શકે. એમ કોઈકનું અદ્ભુત ચિંતન આપણે કોઈક આગળ રજુ કરીએ, ત્યારે પણ એ શ્રોતા એ અદ્ભુત ચિંતન આપણું ન સમજી બેસે, એ માટે કહેવું જોઈએ કે “આ ચિંતન ફલાણી વ્યક્તિનું છે.” જો યશ ખાવાની લાલચથી આવા કોઈ ખુલાસા ન કરે અને મહાન ચિંતક તરીકેની ખ્યાતિ મેળવે તો એ પણ અપેક્ષાએ સ્વામીઅદત્ત છે. (ધ) સંઘમાંથી, જ્ઞાન ભંડારમાંથી એમની રજા લીધા વિના સારા પુસ્તકો, પ્રતો વગેરે લઈ લઈએ, પાછા ન આપીએ... આ પણ સ્વામી-અદત્ત છે. (૫) નોકરો વગેરે માટે બનાવાયેલી રસોઈના પણ માલિક નોકરો છે, હવે શેઠશેઠાણી વહોરવા આવેલા આપણને એમાંથી વહોરાવે, પણ નોકરની રજા લીધી ન હોય તો એ ન વહોરાય, નોકરો હા પાડે તો જ વહોરી શકાય. (ફ) ચાલુ વિહારમાં ઝાડ નીચે, દુકાન નીચે કે ક્યાંય પણ ઉભા રહેવું હોય, પાણી વાપરવું હોય, આરામ કરવો હોય તો તે સ્થાનના માલિકની રજા લેવી જ પડે. કોઈ હાજર ન હોય કે ઝાડ વગેરેનો કોઈ માલિક ન હોય તો છેવટે જુનાગદ નાસ્તુપાતો શબ્દ બોલવાનો રહે. પણ એ પણ ન બોલીએ અને તે સ્થાન વાપરીએ તો એ સ્વામિ-અદત્ત ગણાય. (બ) જે જગ્યાએ ઠલ્લે કે માત્રુ પરઠવવાની એના માલિકે રજા ન આપી હોય, એ જગ્યાએ ઠલ્લે-માત્રુ ન પરઠવાય. દા.ત. શ્રી સંઘે અગાસીમાં માત્રુ પરઠવવાની રજા ન આપી હોય તો પણ અગાસીમાં માત્ર પાઠવીએ – છાલક લગાવીએ... આજુ બાજુના પ્લોટોમાં તેના માલિકે ઠલ્લે પરઠવવાની રજા ન આપી હોય છતાં અંધારામાં કે દિવસે પણ છાની રીતે ત્યાં ઠલ્લે પરઠવી આવીએ... તો એમાં પણ અદત્તાદાનનો દોષ તો લાગવાનો જ. જે જમીન, ૨૯-૯-૪-૯-૪--૪૯-૦૯-૪--૨૦૬, ૪-૯-૯- -૯-૯-૪૨૯-૯-૯-૪-- Page #208 -------------------------------------------------------------------------- ________________ સર્વથા અદત્તાદાન વિરમણ મહાવ્રત જે જગ્યાની માલિકી સરકારની છે, એ જમીન, જગ્યા ઉપર ઠલ્લે-માત્રુ પરઠવાય તો પણ જો સરકારને કોઈ વાંધો આવવાનો ન હોય, તો હજી ચાલે. પણ જો સરકારને પુછવામાં આવે તો જો એ ના પાડવાની હોય, તેવી જગ્યાએ પરઠવવામાં સરકારને પણ મુશ્કેલી પડતી હોય તો એવા સ્થાને પરઠવવામાં પણ દોષ તો લાગવાનો જ. (ભ) કોઈક સાધુના વસ્ત્રો-પાત્રાદિનું પ્રતિલેખન એને પૂછ્યા વિના કરવું, એનું માંડલીનું કામ એને પૂછ્યા વિના કરવું એ પણ ન ચાલે. કેમ કે આ પ્રતિલેખનાદિ ક્રિયાનો માલિક એ છે. ઘણીવાર આવા નિમિત્તે પણ સંકલેશ થતો હોય છે. આ રીતે સ્વામી-અદત્તના ઘણા પ્રસંગો આપણે જોયા. હવે જીવ-અદત્તના જોઈએ. (૨) જીવઅદત્તઃ (ક) સાધુ પ્રમાદથી કે નિષ્ઠુરતાથી કે આસક્તિને વશ થઈને સચિત્ત વસ્તુ વહોરેવાપરે તો એ વસ્તુના માલિકે રજા આપી હોય તો પણ એમાં રહેલા જીવે રજા ન આપી હોવાથી ચિત્ત આરોગનારને જીવ-અદત્તનો દોષ લાગે. (ખ) બાળકને દીક્ષા લેવાની ઈચ્છા ન હોય, બિચારો બાળક રડતો હોય... છતાં એને દીક્ષા આપી દેવી. અહીં પણ બાળકની પોતાની જ રજા ન હોવા છતાં એને શિષ્ય બનાવી દેવો એ જીવ-અદત્ત ! (ગ) યુવાન મુમુક્ષુને બીજા પાસે દીક્ષા લેવાની ભાવના હોય, પણ છતાં પોતાના ઘરવાળાઓનો આગ્રહ અમુકની પાસે જ દીક્ષા લેવાનો હોય. એનું કારણ એ કે ઘરવાળાઓ એ સમુદાયના ભક્ત હોય કે એ સમુદાયમાં એના કાકા-મામા વગેરે સ્વજને પૂર્વે દીક્ષા લીધી હોય... પણ મુમુક્ષુ તો બીજા સ્થાને જ દીક્ષા લેવા ઈચ્છતો હોય. છતાં છેવટે સ્વજનોના દબાણથી અનિચ્છાએ આ ગચ્છમાં દીક્ષા લેવા તૈયાર થાય... આ વાત જાણવા છતાં પણ એ ગચ્છના સાધુઓ એને દીક્ષા આપે... અહીં પણ જીવની ઈચ્છા ન હોવા છતાં પણ એને દીક્ષા આપતા હોવાથી ગચ્છના સાધુઓને જીવ-અદત્તનો દોષ લાગે. (ઘ) એક સાધુ સંયમાદિને સાચવવાના ઉદેશથી ગ્રુપના અમુકવડીલો સાથે રહેવા ન ઈચ્છતો હોય, છતાં એ વડીલો ગુરુ દ્વારા એ સાધુ પર દબાણ લાવીને એને પોતાની સાથે ચોમાસા માટે, વિહારાદિ માટે લઈ જાય. પેલો સાધુ પણ દર્દ સાથે, અનિચ્છા સાથે માત્ર ગુર્વાદિના દબાણને લીધે તે તે વડીલો સાથે જાય. અહીં પણ વડીલો એ સાધુની અનિચ્છા છતાં એને પોતાની સાથે લઈ જાય છે, પોતાનો સંઘાટક બનાવે છે, પોતાનો સ્વાર્થ જૂએ છે... તો આ પણ જીવ-અદત્ત છે. (ચ) ડોળીવાળાઓ કે માણસો ડોળીનું કે માલ-સામાનનું પુષ્કળ વજન ઉંચકીને ********** Page #209 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો ખરેખર ખૂબ દુ:ખ પામે, આ કામ છોડી દેવા ઈચ્છે... પણ પેટ ખાતર પૈસા મેળવવા માટે ના છુટકે આ બધું કામ કરવા તૈયાર થાય. એ એમની ગરીબાઈનો લાભ ઉઠાવીને એમની પાસે વધુ કામ કરાવવું, વધુ વજન ઉંચકાવવું, એમની મજબુરીનો લાભ લેવો... જેટલું કામ તેઓ પ્રસન્નતાથી કરી શકે, એના કરતા સવા-દોઢગણું કામ કરાવવું... પેલાની અનિચ્છા છતાં આ રીતે એને રાખવો એ જીવ-અદત્ત ! (છ) શિષ્ય વિશેષ અભ્યાસ ક૨વા અન્ય સંવિગ્ન મહાત્મા પાસે જવા ઈચ્છે, વધુ સારું સંયમ કેળવવા કોઈક સંયમીના સાંનિધ્યમાં અમુક સમય રહેવાની ઈચ્છા રાખે, એના મનના ભાવમાં કોઈપણ પ્રકારની મલિનતા, સ્વચ્છંદ થવાની વૃત્તિ ન હોય... છતાં પણ ગુરુ પોતાના સ્વાર્થ ખાતર શિષ્યને એક યા બીજા બહાને પોતાના પાસે જ રાખે, ક્યાંય જવા ન દે... આ રીતે શિષ્યને ખોટી રીતે પોતાની પાસે જ રાખવો, બીજે ન જવા દેવો શિષ્ય બધું સમજવા છતાં ક્યાંય જઈ ન શકે... એ જીવ-અદત્ત. (જ) સાધુ પાસે માંડલીનું વધારે કામ કરાવવું, સાધુ પોતાને યોગ્ય કામ કરતો હોય, પણ વધુ કામ કરવાનો ઉલ્લાસ ન હોય, છતાં બળથી એની પાસે ગોચરી-પાણીકાપાદિ કામ કરાવવામાં આવે, પેલો સાધુ પણ એક યા બીજા ભયને લીધે એ બધું જ કામ આર્તધ્યાન સાથે કરે... આ બધું જાણવા છતાં અન્ય સાધુઓ એમાં કોઈ ફેરફાર ન કરે... આ રીતે એની પાસેથી ભક્તિ લેવી એ પણ જીવ-અદત્ત છે. ટુંકમાં જીવની માલિકીની વસ્તુ જીવની ઈચ્છા વિના-રજા વિના લઈએ એ સ્વામીઅદત્ત ! જ્યારે જીવને જ એની ઈચ્છા વિના રાખી લઈએ, કામ કરાવીએ, ખાઈ જઈએ એ જીવ - અદત્ત ! હવે ત્રીજું ગુરુ-અદત્ત જોઈએ. (૩) ગુરુ - અદત્ત : (ક) ઉપાશ્રયમાં આવેલા શ્રાવક-શ્રાવિકાઓ ગુરુને મળે-વંદનાદિ કરે, એ પહેલા જ આપણે જ ગુરુની રજા વિના એમને આપણી પાસે બોલાવીને વાત-ચીત કરીએ, ગુરુ પાસે વંદનાદિ કરવા ન મોકલીએ. (ખ) માંડલીમાં આવેલી કોઈપણ વસ્તુ ગુરુને બતાવ્યા વિના જ ખાનગીમાં વાપરી લઈએ, ગુરુ ઉંઘી જાય ત્યારે કે ગુરુ બહાર ગયા હોય ત્યારે જ મનભાવતી વસ્તુ લાવીને વાપરી લઈએ. (ગ) ગુરુની ઈચ્છા-રજા ન હોય છતાં છાપા-મેગેઝીનો-નવલકથાઓ વાંચીએ (ઘ) ગુરુથી છાનું રાખીને મુમુક્ષુને તૈયા૨ કરીએ, યુવાનોને દીક્ષા માટે પ્રેરણા કરીએ, ગુરુને કશું ન જણાવીએ, એમની ૨જા પણ ન લઈએ. *** ***** ૨૦૮ Page #210 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - સર્વથા અદત્તાદાન વિરમણ મહાવત --------- (ચ) ગુરુની રજા વિના નવું સૂત્ર, નવું સ્તવન, નવી સજઝાય ગોખીએ. (છ) ગુરુને પૂછ્યા વિના જ નવો ગ્રન્થ શરુ કરીએ કે કોઈક નવું ધાર્મિક પુસ્તક વાંચીએ. (જ) ગુરુ ઈચ્છતા ન હોય છતાં શ્રાવકોનો વધુ પરિચય કરવો, વ્યાખ્યાનો કરવા, ચોમાસા કરવા, પુસ્તકાદિ છપાવવા, અનુષ્ઠાનો ગોઠવવા... આ બધું જ ગુરુ-અદત્ત ! સાર એટલો જ કે કોઈપણ વસ્તુ લેતા પહેલા, કોઈપણ કામ કરતા પહેલા ગુરુની રજા લેવી જ જોઈએ. જો સાધુ પૂછે જ નહિ, પૂછે તો ગુરુની અનિચ્છા જાણવા છતાં આડી-અવળી રીતે મંજુરી મેળવી લે અને એ રીતે હર્ષ વિના અપાયેલી અનુમતિથી વસ્તુ લે, કામ કરે તો એ બધુ ગુરુ-અદત્ત જ ગણાય. સાધુ એમાં ત્રીજા મહાવ્રતનો ભંગ કરનાર બને છે. (૪) તીર્થંકર-અદત્તઃ તીર્થંકરદેવો જે વસ્તુનો સ્વીકાર કરવાની રજા નથી આપતા, તે વસ્તુ લેવી એ તીર્થકર-અદત્ત ! ' (ક) અપાત્ર આત્માઓને દીક્ષા આપવાની તીર્થકરોએ ના પાડી છે. છતાં સાધુ પાત્રતા–અપાત્રતાનો વિચાર જ ન કરે, અપાત્રતા દેખાય તો પણ પોતાના મનથી પાત્રતા ઉભી કરી દઈને દીક્ષા આપે એ રીતે શાસનમાં અપાત્રોનો સંગ્રહ કરે એ તીર્થંકર-અદત્ત! (ખ) અપરિણત સાધુ વ્યાખ્યાનાદિ કરે એ તીર્થકરને માન્ય નથી, માટે એ પણ તીર્થકર-અદત્ત ! . (ગ) સાધ્વીજીઓ ગૃહસ્થો પાસેથી વસ્ત્રાદિ વહોરે એ તીર્થકરોને માન્ય નથી, એવા વસ્ત્રાદિ સાધ્વીજીઓ માટે તીર્થકર અદત્ત કહેવાશે. (ઘ) બારમું અંગ સાધ્વીજીઓને ભણવાની તીર્થકરોએ ના પાડી છે, જો તેઓ ભણે તો તીર્થંકર-અદત્ત ! (ચ) એક જ સ્થાને માસ-બેમાસ – ચાર માસાદિ ચોક્કસ સમય કરતા વધારે સમય રહેવાની તીર્થકરોએ ના પાડી છે. જો સાધુ કારણ વિના પણ વધુ સમય એ સ્થાનમાં રહે, ઉપાશ્રય વાપરે તો તીર્થંકર-અદત્ત ! ટૂંકમાં જ્યાં તીર્થંકરદેવોની આજ્ઞા નથી, એ વસ્તુ વાપરવામાં લેવામાં તીર્થંકરઅદત્તદોષ લાગવાનો. શિષ્ય : ખરેખર વિચારીએ તો તીર્થંકર-અદત્તમાં બાકીના ત્રણેય અદત્ત આવી જ જાય છે. સ્વામી - અદત્ત વસ્તુ, ગુરુ અદત્ત વસ્તુ, જીવ-અદત્ત વસ્તુ એ ત્રણેયનો તીર્થકરોએ નિષેધ કરેલો જ છે. એટલે તીર્થંકર-અદત્ત એક જ કહો, તો પણ એમાં બધું આવી જ જાય છે, તો એ ત્રણ અદત્ત જૂદા બતાવવાની શી જરૂર છે ? ગુરુ : તમારી વાત અપેક્ષાએ સાચી છે. છતાં પદાર્થ એકદમ સ્પષ્ટ રીતે ખ્યાલમાં - કલકલ 9 - - - - - - ૨૦૯ - - - - - - - - - - Page #211 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * મહાવતો કે જે જ આવે એ માટે આ ચાર ભેદ પાડવામાં આવ્યા છે. છતાં કેટલીક વિશેષ બાબતો આમાં વિચારી શકાય. (ક) સ્વામી-અદત્ત અને જીવ-અદત્ત... આ બે કરતા પણ ગુરુ-અદત્ત મોટો દોષ છે. દા.ત. મોટા જમણવારમાં માલિક કહે છે કે “અહીં બધુ વહોરો.” એટલે એ સ્વામીદત્ત છે, પણ જો ગુરુ ના પાડે કે “ના ! અહીંથી કઈ વહોરવાનું નથી' તો એ એ વસ્તુ ન જ લેવાય, એ લે તો સાધુ મોટા દોષનો ભાગીદાર બને. જ્યારે ગીતાર્થ ગુરુએ સામેથી કહ્યું હોય કે પેલી વસ્તુ ભલે માલિકે નથી આપી. છતાં તું લઈ લે” અને સાધુ સ્વામીની રજા વિના વસ્તુ લઈ લે, તો એને કોઈ દોષ નથી. કેમ કે ગુરુદત્ત છે. દા.ત. ગુરુ કહે કે “ફલાણા છોકરાને ભગાડીને દીક્ષા આપી દે...” તો એના માતાપિતાની રજા વિના પણ શિષ્ય ગુરુની ઈચ્છા મુજબ દીક્ષા આપી દે. અહીં સ્વામી-અદત્ત છે. પણ ગુરુદત્ત છે. તો એમાં એને લેશ પણ દોષ નહિ એવું જ જીવ-અદત્ત માટે છે. ધારો કે વિહારમાં કોઈ શ્રાવક કહે કે “તમારી બધી ઉપધિ હું ઉચકીને ચાલીશ. બધો બોજો સહન કરીશ.” તો આ બોજો ઉંચકવાનું કામ કરવા જીવ તૈયાર છે, પણ એ વખતે જો ગુરુ ના પાડે તો એ કામ ન કરાવાય. જો સાધુ કરાવે, તો જીવ-દત્ત કાર્ય હોવા છતાં ગુરુદત્ત ન હોવાથી સાધુ દોષનો ભાગીદાર બને. એનાથી ઉંધુ કે ગુરુ કહે કે તારી બધી ઉપાધિ પેલાને ઉંચકવા આપી દે...” અને પેલો જીવ બધું ઉંચકવા તૈયાર ન હોવા છતાં શરમાદિને કારણે એ વાત સ્વીકારી લે, તો અહીં ગુરુદત્ત છે, પણ જીવ-અદત્ત છે, છતાં શિષ્ય નિર્દોષ જ ગણાય. ગીતાર્થસંવિગ્ન ગુરુ પુષ્ટ કારણસર જ આવો આદેશ કરે, એટલે એ સ્વીકારવામાં શિષ્ય દોષપાત્ર ન બને. (ખ) તીર્થંકર-અદત્ત અને ગુરુ-અદત્ત ખરેખર તો એક જ છે. તીર્થકરો જેની ના પાડે, ગુરુ પણ એની ના જ પાડે. અને ગુરુએ જેની ના પાડી હોય, તીર્થકરોએ પણ એની ના જ પાડી હોય. એટલે એ દૃષ્ટિએ બેમાં પરમાર્થથી ભેદ નથી. છતાં દેખાવમાં ભેદ પડે. કેટલીક બાબતો એવી હોય કે જે દેખાવમાં તીર્થંકર-અદત્ત લાગે, છતાં ગુરુએ એની રજા આપી હોય. દા.ત. આધાકર્મી એ તીર્થંકર-અદત્ત છે, છતાં કારણસર ગુરુએ એની રજા આપી હોય. સંસક્ત ઉપાશ્રય તીર્થંકર-અદત્ત છે, છતાં કારણસર ગુરુએ એની રજા આપી હોય. પરમાર્થથી તો આધાકર્મી કે સંસક્ત ઉપાશ્રયની કારણસર તીર્થકરોએ પણ રજા જ આપી છે. છતાં સ્થૂલદષ્ટિથી એમ દેખાય કે એ તીર્થકર-અદત્ત છે,. ગુરુદત્ત છે. -------------------------- ૨૧૦ --------------------- Page #212 -------------------------------------------------------------------------- ________________ જલાલ-લાલ - ૯ - સર્વથા અદત્તાદાન વિરમણ મહાવત - તીર્થંકર-અદત્ત પણ જો ગુરુદત્ત હોય તો એ વાપરી શકાય, તીર્થકર-દત્ત પણ જો ગુરુ-અદત્ત હોય તો ન વાપરી શકાય. જેમકે રોજ સ્વાધ્યાય કરવો એ તીર્થંકરદત્ત છે. છતાં ગુરુ કોઈ સાધુનું શરીર સારું થાય એ માટે એને આરામ કરાવવા પાંચ દિવસ સ્વાધ્યાયની ના પાડે, તો આ સ્વાધ્યાય ગુરુ-અદત્ત બન્યો. જો સાધુ એ પાંચ દિવસ સ્વાધ્યાય કરે તો દોષનો ભાગીદાર બને. સાર એ કે સ્વામી-અદત્ત, જીવ-અદત્ત કે તીર્થકર અદત્ત પણ જો ગુરુદત્ત હોય તો લઈ શકાય. સ્વામી દત્ત, જીવ-દત્ત કે તીર્થકરદત્ત પણ જો ગુરુ-અદત્ત હોય તો ન લઈ શકાય. હા ! ગુરુ ગીતાર્થ-સંવિગ્ન મહાત્મા જ હોય, એ ધ્યાનમાં લેવું. આમ પરમાર્થ વિચારીએ તો ગુરુ-અદત્ત, ગુરુદત્ત જ સૌથી મુખ્ય છે. (ગ) જે ગચ્છાધિપતિ છે, જેમના ગુરુ હાજર નથી. એમના માટે તો ગુરુદત્તગુરુઅદત્તનો પ્રશ્ન જ ન આવે. એટલે એમના માટે તીર્થકરદત્ત-તીર્થકરઅદત્ત વસ્તુ જ મુખ્ય બને છે. જે વસ્તુની ઉત્સર્ગે કે અપવાદે તીર્થકરે હા પાડી હોય તે વાપરે તો ગચ્છાધિપતિને દોષ ન લાગે. આમ ગચ્છાધિપતિ માટે ગુરુદત્ત કરતા તીર્થંકરદત્ત જ મુખ્ય બની રહે છે. અથવા તો ભલે ગચ્છાધિપતિના કોઈ ગુરુ નથી, પણ ગચ્છાધિપતિ પણ પોતાના કરતા નાના એવા પણ ગીતાર્થ સાધુ પાસે આલોચનાદિ તો કરે જે. એટલે એવા વિશિષ્ટપ્રસંગોમાં ગચ્છાધિપતિ પણ એ એક ગીતાર્થની સલાહ લે, અથવા તો ઘણા ગીતાર્થોની સલાહ લે. એ વખતે જો એ ગીતાર્થો ના પાડે, તો ગચ્છાધિપતિથી તે વસ્તુ ન વપરાય. જો એ ગીતાર્થો હા પાડે તો ગચ્છાધિપતિથી એ વસ્તુ વપરાય. જો ગચ્છાધિપતિ ગીતાર્થોની આજ્ઞા કરતા વિપરીત કરે, તો દોષના ભાગીદાર બને. આમ ગીતાર્થો ગચ્છાધિપતિ માટે ગુરુના સ્થાને છે. એ અપેક્ષાએ ગચ્છાધિપતિ માટે પણ ગુરુદત્ત જ મુખ્ય બની રહે છે. આના આધારે વિચારીએ તો પ્રત્યેક સાધુ માટે ગીતાર્થ-સંવિગ્ન મહાત્માનું પારતન્ય અતિ અતિ અતિ અગત્યનું છે. જો સાધુ ગીતાર્થ-સંવિગ્ન મહાત્માને પૂછ્યા વિના, એમની સહર્ષ રજા મેળવ્યા વિના કંઈપણ કરે, તો એ ભલે ગમે એટલું સારું હોય તો પણ એ ગુરુ-અદત્ત દોષ રૂપ જ છે. સાધુના ત્રીજા મહાવ્રતનો ભંગ થાય જ છે. પણ જો સાધુ ગીતાર્થ-સંવિગ્ન મહાત્માને પૂછીને, સહર્ષ રજા લઈને કંઈપણ કરે, તો એ સ્વામી-અદત્ત હોય, જીવ-અદત્ત હોય, કે દેખાવમાં તીર્થકર-અદત્ત હોય. છતાં એ સાધુ સંપૂર્ણ નિર્દોષ જ ગણાય, નિર્જરાનો જ હકદાર બને. જજક કકકકકક કકક ૨ ૧૧ kk ok ક જ . Page #213 -------------------------------------------------------------------------- ________________ - ૯ - ૦૯-૦૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ મહાવ્રતો જ છે જે જ જે જ ગીતાર્થ-સંવિગ્ન ગુરુ સામાન્યથી તો સ્વામી-અદત્ત, જીવ અદત્ત, તીર્થકર-અદત્તની રજા ન જ આપે. એટલે મોટા ભાગે તો એવું જ બને કે જે ગુરુદત્ત હોય તે સ્વામી દત્ત, જીવદત્ત, તીર્થકરદત્ત હોય જ. પણ અપવાદના સ્થાનોમાં ગીતાર્થ-સંવિગ્ન ગુરુ સ્વામી-અદત્ત વગેરેની પણ રજા આપે. એટલે ક્યારેક આવું બને કે “એ ગુરુદત્ત હોય, છતાં સ્વામીદત્ત વગેરે ન હોય.' આમ છતાં સાધુને ફળ રૂપે તો નિર્જરા જ મળે છે. માટે પરમાર્થથી તો ત્યાં કોઈ જ દોષ નથી જ. જે સંયમીઓ ગીતાર્થ-સંવિગ્ન ગુરુને કશું જ પૂછતા નથી. પોતાને ગમે એ પ્રમાણે બધું કર્યા કરે છે... એ સંયમીઓ ડગલે ને પગલે ગુરુ-અદત્તાદાન દ્વારા ત્રીજા મહાવ્રતનો ભંગ કરનારા બને છે. માટે જ ત્રીજા મહાવ્રતનું સાચું પાલન ઝંખનારાએ નાનામાં નાનું કામ પણ ગીતાર્થગુરુની સહર્ષ રજા લઈને જ કરવું એ હિતાવહ છે. આ બધી ઉત્સર્ગમાર્ગની વિચારણા કરી. હવે આપણે આ ત્રીજા મહાવ્રતમાં ચારેય પ્રકારના અદત્તમાં અપવાદ કેવી રીતે સંભવી શકે છે ? એનો વિચાર કરવાનો છે. ગીતાર્થ કે ગીતાર્થનિશ્રિત સાધુ કારણસર યતનાપૂર્વક અદત્તનું ગ્રહણ કરે તો એ અપવાદમાર્ગ કહેવાય. એમાં સાધુ કર્મનિર્જરા જ પામે છે, મહાવ્રતનો ભંગ થતો નથી. સ્વામી-અદત્તમાં શુદ્ધ અપવાદ : (ક) વિહાર કરીને ઉપાશ્રયે પહોંચ્યા, પણ કોઈ હાજર ન હોય. હવે ત્યાં સાધુઓ ઉતરતા જ હોવાથી બીજો કોઈ પ્રશ્ન ન હોય, તો સાધુઓ રજા વિના પણ ઉપાશ્રય ખોલીને અંદર ઉપધિ મૂકે. માણસ આવે ત્યારે એની રજા લઈ લે કે “અમે અહીં ઉતરીએ ?' આમાં પહેલા પૂછ્યા વિના ઉપાશ્રયમાં ઉતર્યા હોવા છતાં દોષપાત્ર ન બને. (ખ) મુમુક્ષુ નાનો હોય કે મોટો, એના મા-બાપની રજા લેવી પડે. પણ ધારો કે ઘણું સમજાવવા છતાં મા-બાપ ન માને. પંચસૂત્રમાં દર્શાવેલા ક્રમ પ્રમાણે બધા પ્રયત્નો કરી દેવામાં આવે, છતાં મા-બાપ ન માને, તો છેવટે “મોટા નુકસાન નથી” એ બાબતનું ધ્યાન દઈને મુમુક્ષુને ભગાડીને દીક્ષા આપે તો પણ કોઈ દોષ નથી. કેમકે કારણસર અને બધી યતના પાળવા પૂર્વક આ રીતે દીક્ષા આપી છે. (ગ) અચાનક કોઈ કામ આવી પડતા સાધુના વસ્ત્ર, પાત્રાદિ લેવા જરુરી બને, સાધુને પુછવા માટે તપાસ કરે, પણ સાધુ દેરાસરાદિ ગયો હોય. હવે એની રાહ જોવાય એટલો સમય ન હોય અને એની વસ્તુ લીધા વિના ચાલે એમ ન હોય તો ત્યારે બીજા કોઈ સાધુને કે ગુરુને કહીને એની વસ્તુ લે – વાપરે. પેલો સાધુ જેવો મળે કે તરત જ ૯૯૯ - - - - - - - - ૨ ૧૨ ૯૯૯૯૯ - - - - - - - - Page #214 -------------------------------------------------------------------------- ________________ ------------ સર્વથા અદત્તાદાન વિરમણ મહાવત - - - - - - - - - ખુલાસો કરી દે. કે “તમે હાજર ન હતા, એટલે તમને પૂછ્યા વિના જ તમારી વસ્તુ લઈ ગયેલો, ક્ષમા કરજો... વસ્ત્ર-પાત્ર-બોલપેન-નોટ-આસન વગેરે વગેરે બધી જ વસ્તુઓમાં ઉપર મુજબ સમજી લેવું કે ઉતાવળું કામ આવી પડે અને સાધુને પૂછી શકાય એટલો સમય ન હોય, એવી અનુકૂળતા ન હોય તો છેવટે ગુરુને કે બીજા સાધુઓને જણાવીને વસ્તુ લઈ શકાય, વાપરી શકાય. (ઘ) કોઈનો માત્રાનો પ્યાલો પડ્યો હોય, “પ્યાલો કોનો છે?” એમ પુછવા છતાં કોઈ જવાબ ન મળે, તો સંમૂચ્છિમની વિરાધના અટકાવવા માટે સાધુ એ પ્યાલો પરઠવી આવે. પાછળથી પ્યાલાનો માલિક સાધુ ખુલાસો કરે તો કહી શકાય કે મેં પૃચ્છા કરેલી. પણ તમે હાજર ન હતા કે તમારું ધ્યાન ગયું નહિ, માટે મે આ રીતે પ્યાલો પરઠવ્યો છે...” (ચ) કોઈ સાધુ ગ્લાન થાય છતાં પ્રતિલેખનાદિ જાતે જ કરવાનો આગ્રહ રાખે. વિનંતિ કરવા છતાં ના જ પાડે. એ વખતે જો એમ લાગે કે “એની આવી માંદગીમાં એ પ્રતિલેખનાદિ કરે, એ ન ચાલે. એટલે એ ના પાડે તો પણ પ્રતિલેખનાદિ કરવા. એમનો સ્વભાવ સારો છે. આ રીતે કરશું, તો પણ ગુસ્સે નહિ થાય. બાકી જો એ જ પ્રતિલેખનાદિ કરશે તો માંદગી વધશે. લોકોમાં હલના થશે કે આ સાધુઓ ગ્લાનની કાળજી કરતા નથી...” તો એની રજા વિના પણ પ્રતિલેખનાદિ કાર્યો કરી શકાય. (છ) ગોચરીમાંડલીમાં ગોચરી આવી ગઈ હોય, વ્યવસ્થાપક હાજર ન હોય અને કોઈ સાધુઓને સુધા લાગી હોવાથી જલ્દી વાપરવું હોય, તો છેવટે વિશેષ વસ્તુ નહિ, પણ સામાન્ય વસ્તુ સાધુને વાપરવા માટે હાજર રહેલ વડીલથી આપી શકાય. વ્યવસ્થાપક આવે ત્યારે એને કહી દેવું કે “આ રીતે થોડીક ગોચરી આપી છે...” 1 - (જ) સાધુ પાત્રામાં પોતાની ગોચરી કાઢીને અન્યકામ માટે ગયો હોય, ત્યારે એની કાઢેલી ગોચરીમાંથી જ ગ્લાનાદિને અમુક વસ્તુની જરૂર હોય. એ વખતે જો ખ્યાલ હોય કે “એ સાધુ ભક્તિમંત છે, એનામાંથી ગ્લાનાદિને માટે કંઈક આપશું તો એને આનંદ જ થશે. અત્યારે એ હાજર નથી, નહિ તો પૂછી જ લેત...” તો ત્યારે પણ એની વસ્તુ ગ્લાનાદિને આપી શકાય. એ સાધુ આવે ત્યારે નમ્રતાપૂર્વક, ક્ષમા માંગવા પૂર્વક વાસ્તવિક હકીકત જણાવી શકાય. સાર એ કે વિશેષ કારણો આવી પડે અને તે તે વસ્તુનો ઉપયોગ અત્યંત જરૂરી બને, બીજી બાજુ એના માલિકને પુછવાનો અવસર ન રહે. એવી પરિસ્થિતિમાં શક્ય એટલી યતના જાળવીને જો પૂછયા વિના પણ વસ્તુ લેવામાં આવે તો અદત્તાદાનનો દોષ ન લાગે. જે જજ જા૨ ૧૩ - ૨૦ - ૨ - Page #215 -------------------------------------------------------------------------- ________________ જ - - - મહાવતો આ જે પણ “કોણ વારે ઘડીએ પુછવા જાય ?.. એ તો મારો મિત્ર છે. એને પુછવાની કશી જરુર નથી. એની બધી વસ્તુ મારી જ ગણાય... એને પૂછશું તો ના પાડશે, મોઢું બગાડશે, એને બદલે પૂછ્યા વિના જ વસ્તુ લઈ લો, પછી પડશે એવા દેવાશે... એ તો ઘણો નાનો છે, એની વસ્તુ લેવા માટે મારે પૂછવું પડે? હું તો વડીલ છું. એનો ગુરુ છું... આજે તો એને હેરાન કરીએ, ભલે એ વસ્તુ શોધતો ફરે...” આવા આવા રાગથી - દ્વેષથી કે શક્તિનિગૂહનથી જો માલિકને પુછવાની ઉપેક્ષા કરે તો નક્કી અદત્તાદાનનો દોષ લાગે જ અને ત્રીજા મહાવ્રતનો ભંગ થાય. ફરી ફરીને એ વાત યાદ કરવી કે ગીતાર્થ કે ગીતાર્થનિશ્રિત સાધુ કારણસર યતનાપૂર્વક રજા વિના કોઈની વસ્તુ લે, તો જ એ નિર્દોષ છે. બાકી તો એ દોષનો ભાગીદાર બને જ છે. જીવ-અદત્તમાં શુદ્ધ અપવાદ : (ક) ગ્લાન સાધુનું B.P. એટલું બધું ઘટી ગયું હોય કે કાચું મીઠું અચિત્ત કરાવવા જેટલો સમય પણ જો રાહ જોવામાં આવે તો એનો કાળધર્મ થાય. આવી સ્થિતિમાં ના છુટકે, કકળતા હૈયે કાચા મીઠાનું પાણી પણ એને જલ્દી વાપરવામાં આપે. એ રીતે એ બચી જાય પછી એની પાસે પ્રાયશ્ચિત્ત કરાવવામાં આવે. જો સમય હોય તો તો કાચા મીઠાને પાકું કરાવીને જ વપરાવાય. પણ આમાં મીઠાના જીવોએ પોતાને પી જવાની કે સંકેલવાની રજા આપી નથી જ, છતાં આવા અતિગાઢ કારણ હોય ત્યારે આ રીતે કરવામાં જીવ-અદત્ત દોષ ન લાગે. (ખ) બાલ મુમુક્ષુને દીક્ષાની ઝાઝી સમજ ન હોય, પણ ગીતાર્થગુરને એમ લાગે કે “આ છોકરો કુંડળીના આધારે સારો, સંયમી, પ્રભાવક બનશે” અને વળી મા-બાપ વગેરેની સંમતિ હોય, હલના થવાનો કોઈ ભય ન હોય. તો એ બાલ મુમુક્ષુ કદાચ રડતો હોય તો પણ દીક્ષા આપી શકાય. જેમ બાળકને રોગ દૂર કરવા માટે પરાણે કડવી દવા પીવડાવાય, પરાણે ઈંજેક્શન અપાય, એમ બાળકને આવી સ્થિતિમાં દીક્ષા અપાય, તો પણ જીવ-અદત્તનો દોષ ન માનવો. (ગ) વૃદ્ધ સાધુનું વજન વધારે હોવાથી અને ડોળી વાપરવી અનિવાર્ય હોવાથી માણસો પાસે એમની અનિચ્છા છતાં વધુ વજન ઉંચકાવવું પડે, પણ એ વખતે વિહાર ઓછો કરાવવો, પૈસા થોડા વધારે અપાવવા, એની અનુમોદના કરવી... આ રીતે - - - - - - - - ૯૯૯૯૯-૨ ૧૪૮ - ૯૯૦૯- જાજ જ જાત Page #216 -------------------------------------------------------------------------- ________________ સર્વથા અદત્તાદાન વિરમણ મહાવ્રત *** કરીએ તો જીવ-અદત્તનો દોષ ન લાગે. (ઘ) સાધુ પ્રમાદ-આળસ-સુખશીલતાદિના કારણે માંડલીના કામ કરવામાં ગલ્લા-તલ્લા કરે, વિશેષ કારણ હોવાથી વડીલ સાથે વિહાર કરી જવો જરુરી હોવા છતાં પ્રમાદાદિને લીધે તૈયારી ન બતાવે... તો એ વખતે ગુરુ એને સમજાવે, થોડુંક દબાણ લાવે. એ રીતે ગુરુની શરમથી પણ જો એ મનને મનાવી લઈને કામ કરે તો એને એ રીતે કરાવવામાં ગુરુને કોઈ દોષ નથી. અલબત્ત એને ખરો ઉત્સાહ નથી, છતાં વિશેષ આર્તધ્યાન પણ નથી. માટે આમ કરાવી શકાય. એ રીતે એના પ્રમાદાદિ દોષોને દૂર કરી શકાય. ગુરુ-અદત્તમાં શુદ્ધ અપવાદ : (ક) ગુરુ શાસનના કોઈક કામમાં મગ્ન હોય, અથવા આરામ કરતા હોય... એ જ વખતે ગોચરી વગેરે લાવવાનો સમય હોય. રાહ જોવાય એમ ન હોય તો છેવટે ગુરુની રજા લીધા વિના પણ ગોચરી લાવે, વાપરે અને પાછળથી ગુરુને જણાવી દે. (ખ) ગુરુને અનેક કાર્યો હોવાના કારણે, ઉંમર-માંદગી વગેરેના કા૨ણે બધા સાધુઓ વારંવાર પુછવા આવે એ અનુકુળ ન હોય અને એટલે જ ગુરુ કહી દે કે “હું અમુક સાધુને નીમું છું, સામાન્ય બાબતોમાં એને પૂછી પૂછીને પ્રવૃત્તિ કરવી.” આ રીતે ગુરુના જ કહેવાથી ગુરુની રજા વિના, ગુરુએ સ્થાપેલા વડીલની રજાપૂર્વક કાર્યો કરવામાં આવે તો ગુરુ-અદત્તનો દોષ ન લાગે. (ગ) ગુરુની આજ્ઞાથી અલગ વિચરવાનું થાય, ત્યારે ગુરુ સાથે જ ન હોવાથી એમની રજા લેવી શક્ય ન બને. જો કે ગુરુએ જ સામે ચાલીને અલગ વિચરવાની રજા આપી છે, એટલે એ રજામાં બીજી બધી રજા પણ સામાન્યથી આવી જ જાય છે. છતાં પણ વ્યવહારમાં તો એ સાધુઓએ સેંકડો કાર્યો ગુરુની રજા વિના જ કરવાના રહેશે ને? એ વખતે જે વડીલ સાધુ હોય અથવા ગુરુએ જેને મુખ્ય તરીકે નીમ્યો હોય, એના સૂચન પ્રમાણે બધી પ્રવૃત્તિ કરે તો તેઓને ગુરુ-અદત્તનો દોષ ન લાગે. ગીતાર્થ-સંવિગ્ન ગુરુ વિશેષ કારણ વિના કોઈપણ સાધુને અલગ ન મોકલે, અલગ ન રહેવા દે... એટલે આ તો વિશેષ કારણસર જ અલગ થયા હોવાથી દોષપાત્ર બનતા નથી. (ઘ) શિષ્યને એમ લાગે કે “મારા ગુરુમાં શિથિલતા પ્રવેશી ગઈ છે. હવે એમને પૂછી પૂછીને કરવામાં મારું સંયમ નિર્દોષ નહિ રહે. ગુરુ મને પણ એવા જ આદેશો ક૨શે કે જેમાં મારું સંયમ શિથિલ બને...” તો એ શિષ્ય બીજા બે-ચાર ગીતાર્થ-સંવિગ્ન મહાત્માઓની સલાહ લે, જો તેઓ પણ એમ કહે કે “ આ ગુરુનો ત્યાગ કરશો, તે યોગ્ય છે...” તો છેવટે ગુરુનો ત્યાગ કરે, ગુરુની રજા વિના પણ અન્ય ગીતાર્થોની સલાહ ૨૧૫ Page #217 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો પ્રમાણે તે કાર્ય કરે. (જો કે આ સાધુ અન્ય ગુરુને સ્થાપીને એના કહ્યા પ્રમાણે ક૨વા લાગે, તો એને ગુરુ-અદત્તનો પ્રશ્ન જ રહેતો નથી) તીર્થંકર અદત્તમાં શુદ્ધ અપવાદ : દેખીતી રીતે જે જે બાબતોનો તીર્થંકરોએ નિષેધ કરેલો દેખાતો હોય, એ તમામે તમામ બાબતોમાં પણ જો ગીતાર્થ-સંવિગ્ન ગુરુની રજા લઈને શક્ય એટલી યતના પાળવા પૂર્વક સાધુ જો તે વસ્તુ લે, દોષ સેવે. તો પણ એ ખરેખર દોષનો ભાગીદાર બનતો નથી. ભા.સુ.પની સંવત્સરી કરવી, એ તીર્થકરદત્ત છે. પણ ચોથની સંવત્સરી દેખીતી રીતે તીર્થંકરદત્ત નથી. છતાં એ ગુરુદત્ત છે. માટે જ ચોથની સંવત્સરી કરનારાઓને કોઈ જ દોષ નથી. આમ ચારેય પ્રકારના અદત્તમાં અપવાદો સમજી લેવા. પ્રશ્ન ઃ પાક્ષિકસૂત્રમાં લખ્યું છે કે વ્નો નું અવિનાવાળે હળધાગિન્નેસુ ∞સુ દ્રવ્યની અપેક્ષાએ અદત્તાદાન એ ગ્રહણ કરી શકાય, ધારણ કરી શકાય એવા દ્રવ્યોમાં સંભવે. અર્થાત્ ધન-ઉપધિ-પાત્રા- પુસ્તકો... આ બધી વસ્તુઓ ગ્રહણ કરી શકાય એવી છે. દ્રવ્ય સ્વરૂપ છે. એટલે એની ચોરી તો સંભવી શકે, પરંતુ તમે તો જ્ઞાનની ચોરી, ક્રિયાની ચોરી પણ બતાવી છે. દા.ત. ચોથની સંવત્સરીની આરાધના એ ક્રિયા છે. શાસ્ત્રો ભણવા એ ક્રિયા છે. ચિંતનાદિ કરવા એ જ્ઞાનાદિ છે... પણ આ બધાની ચોરી બતાવી જ નથી, તો તમે શી રીતે એ બધાની ચોરી દર્શાવો છો? ઉત્તર ઃ પાક્ષિકસૂત્રમાં જે લખ્યું છે તે વ્યવહારની અપેક્ષાએ જાણવું. વ્યવહારમાં તો વસ્તુની - દ્રવ્યની ચોરી જ ચોરી તરીકે ઓળખાય છે ને ? માટે એ વાત બરાબર છે. બાકી નિશ્ચયથી વિચારીએ તો જ્ઞાન, ક્રિયા વગેરેની પણ ચોરી સંભવિત છે જ. વળી આ વાત શાસ્ત્રમાં પણ દર્શાવી જ છે. શ્રી દશ વૈ. સૂત્રમાં કહ્યું છે કે તવતેને વયતેને વર્તળે ય બે નરે, આયારમાવતેળે ય બુવ્વા ફેવજિલ્વિયં તપસ્તન, વયસ્તેન (ઉંમરસ્તેન), રૂપસ્તેન, આચારસ્તેન, ભાવસ્તુન કિલ્બિષિક દેવ બને. હવે આમાં જૂઓ તો આચાર=ક્રિયા, ભાવ=જ્ઞાનાદિ. આમ ક્રિયાચોર, જ્ઞાનચોર વગેરે પણ દર્શાવ્યા જ છે ને ? એટલે દ્રવ્યની જ ચોરી ચોરી ગણાય એમ ન માનવું. તપ,રૂપ,આચાર,ભાવ વગેરે પદાર્થોની - ગુણોની, ક્રિયાની ચોરી પણ ચોરી ગણી શકાય છે. એટલે અમે જે નિરૂપણ કરેલું છે, તે ખોટું ન માનવું. બીજી વાત એ કે ક્રિયા અને ગુણ એ ભલે દ્રવ્ય નથી, એ ભલે પકડી શકાતા નથી. છતાં ક્રિયા અને ગુણ શું ક્યાંય પણ દ્રવ્ય વિના એકલા રહેલા જોવા મળે ૨૧૬૦** **** Page #218 -------------------------------------------------------------------------- ________________ ના ૨૯ ૯૯૦૯ સર્વથા અદત્તાદાન વિરમણ મહાવ્રત - - - - - - છે? નહિ જ, ક્રિયા અને ગુણ દ્રવ્યમાં જ રહે છે. દ્રવ્યથી કથંચિત્ અભિન્ન જ છે. એટલે જો દ્રવ્યની ચોરી બતાવી છે. તો દ્રવ્યથી અભિન્ન એવા ક્રિયા અને ગુણની ચોરી પણ એમાં આવી જ ગઈ ને ? એટલે પાકિસૂત્રત્રના આધારે પણ ક્રિયા-ગુણની ચોરી માનવામાં કોઈ વાંધો જણાતો નથી. ચાલો, મૂળ વાત પર આવીએ. અદત્તાદાનમાં પણ નિરતિચાર – ઉત્સર્ગમાર્ગ વગેરે ભેદો સમજી લેવા. આ બાબતમાં વિશેષતાઓ : (ક) ચોરી કરવી પડે, એવા કોઈ કારણો જ આવ્યા ન હોય અને એટલે સાધુ સ્વામી-ગુરુ વગેરેની રજા લઈને જ બધી વસ્તુ વાપરતો હોય, એક તણખલું પણ માલિકની રજા વિના ન વાપરતો હોય તો એ નિરતિચાર ઉત્સર્ગ માર્ગ ! (ખ) માલિકને, ગુરુને પૃચ્છા તો કરે પણ નાની નાની વાતો પુછવાની રહી જાય. દા.ત. ઉપાશ્રયાદિમાં ઉતરવાની રજા લઈ લે, પણ એમાં કેટલી જગ્યા વાપરશું? કેટલી વસ્તુઓ વાપરશું ? વગેરેની સ્પષ્ટતા કરવાની રહી જાય. એમ ગુરુને પણ બધી પૃચ્છા કરે, પણ એમાં વિશેષ બાબતોની પૃચ્છા રહી જાય. તો આ સાતિચાર - ઉત્સર્ગ છે. (ગ) “ગ્લાન સાધુ ભલે મરી જાય, પણ એને બચાવનારી વસ્તુ હાજર હોવા છતાં એનો માલિક હાજર ન હોવાથી એને પૂછ્યા વિના તો ન જ લઉં, ગ્લાનને ન જ આપું એ ઉન્માર્ગ-ઉત્સર્ગ ! કોઈક મુમુક્ષુ ઉસૂત્રપ્રરૂપકોનો કે મહાશિથિલોનો શિષ્ય બનવાનો હોય, એ બિચારાને વિશેષ ખબર ન હોય, એને જો સાધુ સમજાવે તો માની જાય એવી શક્યતા હોય. છતાં સાધું જ વિચારે કે “એના ગુરુ નક્કી થઈ ગયા છે, હવે જો એ ગુરુ છોડાવી મારી પાસે કે બીજા સારા મહાત્મા પાસે દીક્ષા અપાવડાવું તો મને ચોરીનો દોષ લાગે. બીજાનો શિષ્ય ઉઠાવી કેમ લેવાયએટલે જે થવું હોય તે થાય, પણ આ મુમુક્ષુએ ઉસૂત્રપ્રરૂપકાદિ પાસે જ દીક્ષા લેવી પડશે. જેવું એનું ભાગ્ય !” તો આ જડતા એ પણ ઉન્માર્ગ-ઉત્સર્ગ છે. - યતિજીતકલ્પાદિ ગ્રન્થોમાં સ્પષ્ટ જણાવ્યું છે કે “મહાશિથિલો કે ઉસૂત્રપ્રરૂપકોના સકંજામાં ફસાઈ ગયેલા કે ફસાઈ રહેલા જીવને બચાવવો, ત્યાંથી છોડાવવો એ તો ઉત્તમ કાર્ય છે. એ ચોરી નથી જ. ચોરોના હાથમાંથી એમણે ચોરેલું ધન ચોરી લઈ યોગસ્થાને પહોંચાડવું એ ચોરી નથી જ. જેમ મા-બાપ રજા આપે તો રજા લઈને સંતાનને સંસાર જેલમાંથી છોડાવીએ છીએ, પણ જો મા-બાપ વગેરે કોઈપણ હિસાબે ન જ માને તો છેવટે સંસારજેલ તોડીને, - - - - - - - - - - - ૨ ૧૭ જજ જા જા જા જે Page #219 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો ભાગીને એ સંતાન દીક્ષા લે અને સાધુઓ આપે તો એ શાસ્ત્રીય માર્ગ જ છે. એમાં લેશ પણ દોષ નથી. એમ ઉત્સૂત્રપ્રરૂપકાદિઓ જો રજા આપે, તો એમના મુમુક્ષુને, શિષ્યને એમની જાળમાંથી છોડાવીને સાધુઓ પોતાનો શિષ્ય બનાવે, પોતાની પાસે રાખે, પણ ઉત્સૂત્રપ્રરૂપકાદિઓ કોઈપણ હિસાબે રજા ન જ આપે, તો છેવટે એ મુમુક્ષુને-શિષ્યને સાચી વાત સમજાવીને એમની પાસેથી છોડાવવામાં આવે તો એમાં સાધુઓ લેશ પણ દોષના ભાગીદાર બનતા નથી જ. પણ જે આ વાત ના સમજે અને આને ચોરી સમજીને ઉંધો માર્ગ અપનાવે, એ મુમુક્ષુઓને-શિષ્યોને એ સ્થાનથી ન છોડાવે, તેઓ સામેથી છુટવા આવે તો પણ ના પાડી દે... તો એ ઉન્માર્ગ-ઉત્સર્ગ બની જાય છે. (ઘ) ગીતાર્થ કે ગીતાર્થનિશ્રિત સાધુ કારણસર યતનાપૂર્વક અદત્તનું ગ્રહણ કરે એ નિરતિચાર-અપવાદ છે, જે પૂર્વે દર્શાવેલા છે (ચ) મંદકારણ હોય, યતનાપૂર્વક હોય, અદત્તાદાન કરે. અથવા પુષ્ટકા૨ણે પણ થોડીક અયતનાપૂર્વક અદત્તાદાન કરે તો એ સાતિચાર અપવાદ. દા.ત. મા-બાપે દીક્ષાની ઘસીને ના પાડી, તો પહેલા જ્યોતિષીની આગાહી... વગેરે યતનાઓ સેવવાની હોય, પછી પણ ન માને તો ભગાડીને દીક્ષા આપવાની હોય. પણ મુમુક્ષુના મા-બાપની સખત ના જોઈને, યતના છોડી સીધી જ ભગાડીને દીક્ષા આપી દે તો એ સાતિચાર અપવાદ છે. એના મનમાં મલિન ભાવ નથી. છતાં યતના તો પાળવી જ જોઈએ. આવું દરેક બાબતોમાં સમજવું. દોષ સેવવો જ પડે છે, તો ઓછામાં ઓછા દોષમાં પતાવવાનો સખત પુરૂષાર્થ જોઈએ જ. (છ) શિષ્યની આસક્તિથી પ્રેરાઈને મા-બાપની રજાની પરવા કર્યા વિના દીક્ષા આપી દેવી. યશ-કીર્તિ મેળવવા માટે ગુરુને પૂછ્યા વિના સ્વચ્છંદ બનીને વ્યાખ્યાનો કરવા, શિષ્યો કરવા, પુસ્તકો છપાવવા... ભોજનાસક્તિથી પ્રેરાઈને સચિત્ત - અભક્ષ્ય ખાવામાં પણ સંકોચ ન રાખવો... આ બધા ઉન્માર્ગ-અપવાદના સ્વરૂપો છે. પાછી પેલી વાત યાદ કરવી કે નિરતિચાર : નિરતિચાર ઉત્સર્ગ સેવનારાઓ એના દ્વારા મળતી પ્રશંસાદિમાં લપેટાઈ જાય તો ધીરે ધીરે ઉન્માર્ગ-ઉત્સર્ગ સેવવા લાગે. અપવાદનું સેવન એમના માટે શક્ય ન બને. “જો હું અપવાદ સેવીશ, તો મારી નિંદા થશે...” એ મિથ્યા ભયો એમને પુષ્ટાલંબનમાં પણ અપવાદનું સેવન ન કરવા દે. અપવાદમાર્ગ મોક્ષમાર્ગ હોવા છતાં પણ એના જો ખોટા સંસ્કાર પડી જાય તો એ ૨૧૮ * * * Page #220 -------------------------------------------------------------------------- ________________ ---------- સર્વથા અદત્તાદાન વિરમણ મહાવત ------ અપવાદ સાતિચાર અપવાદ અને છેવટે ઉન્માર્ગ અપવાદ પણ બની રહે એ પાકી શક્યતા છે. એટલે જ અપવાદના કારણો હોય તો પણ જો મોટું નુકસાન ન થવાનું હોય તો થોડું સહન કરીને પણ ઉત્સર્ગમાર્ગ પકડી રાખવો વધુ સારો. પણ જો મોટા નુકસાનની સંભાવના હોય તો જ અપવાદ સેવવો. અપવાદમાર્ગનું સેવન કેવી રીતે કરવું? એ સમજવા માટે બે-ચાર બાબતો ધ્યાનમાં રાખવી. જેમ માંદગી આવે અને એલોપથી વગેરે ગોળી લેવી પડે, તો ડાહ્યો માણસ પહેલો પ્રયત્ન તો આ જ કરે કે ગોળીઓ લીધા વિના પણ જો માંદગી પતી જતી હોય, તો ગોળી ન લે. થોડુ સહન કરીને પણ ગોળી લેવાનું ટાળે. પણ જો ગોળી લેવી જ પડે, તો જેટલી ઓછી ગોળી લેવી પડે, એટલી ઓછી લે. ગોળી હોંશે હોંશે ન ખાય. પણ ઝટ ઝટ ઉતારી દે, ગોળી કડવી હોવાથી મોટું પણ બગાડે. અને જેવી માંદગી પૂરી થાય કે તરત જ ગોળી છોડી દે. ગોળી છોડવાનો એને આનંદ હોય, ગોળી એને ગમી જાયભાવી જાય એવું ન બને.' એમ અપવાદ એ ગોળી જેવો છે. ડાહ્યો માણસ તો બને ત્યાં સુધી અપવાદ સેવે જ નહિ. સેવવો પડે, તો ઓછામાં ઓછો અપવાદ સેવવો પડે એનો પ્રયત્ન કરે, અને જેવું કારણ દૂર થાય કે તરત અપવાદ સેવવાનો બંધ કરી દે. ડાહ્યા માણસોને અપવાદ ગમી જાય એવું ન બને. આ વાત અમે વિસ્તારથી આગળ સમજાવશું. અહીં પણ નિશ્ચયનય તો એમ જ માને છે કે તમે વસ્તુની ચોરી કરી શકો કે ન કરી શકો. પણ જો તમારો મનનો પરિણામ ચોરી કરવાનો હશે, તો તમને ચોરીનો દોષ લાગશે જ. અને મુખ્યત્વે ફળ તો નિશ્ચયના આધારે મળે છે. માટે એ નક્કી માનવું કે જો સ્વામીની રજા વિના જ વસ્તુ લઈ લેવાનો પરિણામ હશે, તો પાપ બંધાશે અને ત્રીજા મહાવ્રતનો ભંગ થશે. એમ ગુરુથી ખાનગી રાખીને પાપ કરવાનો, વસ્તુઓ ભેગી કરવાનો કે કંઈપણ કરવાનો વિચાર હશે તો એમાં ત્રીજા મહાવ્રતનો ભંગ થવાનો જ. ભલે પછી ગુરથી ખાનગી રાખીને એ પાપ કરી શકાય કે ન કરી શકાય. એ વસ્તુ મુખ્ય નથી. જેનો ભાવ સ્પષ્ટ હશે કે “મારે માલિકની કે ગુર્નાદિની રજા લીધા વિના કંઈ જ લેવું નથી. કશું કરવું નથી, કશું વાપરવું નથી. એ બધા મને રજા આપશે તો જ હું વસ્તુ લઈશ, વાપરીશ.” એ સાધુને કોઈ દોષ નથી. એ સાધુથી ક્યારેક અજાણતા કોઈ ભૂલ થઈ જાય કે જાણતા પણ કારણસર કોઈ ભૂલ થઈ જાય તો પણ એ શુદ્ધ જ ગણાશે. ------------------------- ૨ ૧૯ જલા જલ--we -w-se-wલજી --- Page #221 -------------------------------------------------------------------------- ________________ ------------------------ મહાવ્રતો કે---------------------- વૃત્તિકારશ્રીએ ચતુર્ભગી બતાવી છે. એમાં એક ભાંગો આ દર્શાવ્યો છે કે તત્થ अरत्त-दट्ठस्स साहणो कहिंचि अणणण्णवेउण तणाइ गेण्हओ दव्वओ अदिण्णादाणं, જે ભાવમો . રાગદ્વેષ વિનાનો સાધુ કોઈપણ કારણસર રજા લીધા વિના તણખલાદિ લે તો એને દ્રવ્યથી અદત્તાદાન છે, પણ ભાવથી અદત્તાદાન નથી. અંતે ઉત્તરાધ્યયનસૂત્રના આ શબ્દો ધ્યાનમાં લેવા. दंतसोहणमितंपि नत्थि किंचि अजाइयं । સાધુ પાસે માંગ્યા વિનાનું કંઈ જ ન હોય. દાંત ચોખ્ખા કરવાનું તણખલું પણ સાધુ માંગીને લે. જે સાધુઓ પોતાના ગીતાર્થ-સંવિગ્ન ગુરુને સંપૂર્ણ પરતત્ર રહે, પ્રત્યેક કામ એને પૂછી પૂછીને જ કરે, ક્યાંય ઘાલમેલ ન કરે તે સાધુ નિરતિચાર આ ત્રીજુ મહાવ્રત પાળનારા બની રહે. અહીં ત્રીજા મહાવ્રતનું વર્ણન પૂર્ણ થાય છે. જ જજ જજ ૨ ૨૦ જાજ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૫. સર્વથા મૈથુન વિરમણ મહાવ્રત સૌ પ્રથમ આપણે આ ચોથા મહાવ્રતનું સૂત્ર જોઈએ. अहावरे चउत्थे भंते । महव्वए मेहुणाओ वेरमणं । सव्वं भंते । मेहुणं पच्चक्खामि । से दिव्वं वा माणुस्सं वा तिरिक्खजोणियं वा नेव सयं मेहणं सेविज्जा, नेवन्नेहिं मेहुणं सेवाविज्जा । मेहुणं सेवंतेवि अन्ने न समणुजाणिज्जा । जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं, न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि । तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । चउत्थे भंते ! महव्वए उवदिओ मि सव्वाओ मेहुणाओ वेरमणं । આનો સામાન્યથી અર્થ જોઈએ. “ચોથા મહાવ્રતમાં મૈથુનથી વિરમણ હોય છે. હે ભગવાન ! હું બધા મૈથુનનું પચ્ચકખાણ કરું છું. તે દેવસંબંધી, મનુષ્યસંબંધી, તિર્યંચસંબંધી છે. હું જાતે મૈથુન સેવીશ નૃહિં, બીજાઓ વડે સેવડાવીશ નહિ, મૈથુન સેવનારાઓને અનુમતિ આપીશ નહિ. આ પ્રતિજ્ઞા યાવસજીવ માટે સ્વીકારું છું. ત્રિવિધ ત્રિવિધે મન-વચન-કાયાથી 'મૈથુનસેવન કરીશ નહિ, કરાવીશ નહિ, કરનારા અને અનુમોદીશ નહિ. હે ભગવન્! ભૂતકાળમાં સેવેલા મૈથુનનું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું, ગહ કરું છું. મૈથુનસેવન કરનારા આત્માને ત્યાગી દઉં છું. હે ભગવાન ! ચોથા મહાવ્રતમાં ઉપસ્થિત થયો છું. એમાં બધા મૈથુનથી વિરમણને સ્વીકારું છું.” હવે આનો વિસ્તારથી અર્થ જોઈએ. આ મહાવ્રત પાંચેય મહાવ્રતોમાં અપેક્ષાએ સર્વોત્કૃષ્ટ ગણાય છે. એના ઘણા કારણો છે. એમાં મહત્ત્વની બાબત એ છે કે બાકીના ચારેય મહાવ્રતોમાં -~ - ~-~- જ ૨ ૨ ૧ - ૪ % 96 97 999 999 Page #223 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો અપવાદ છે. પણ એક માત્ર આ મહાવ્રત જ એવું છે કે જેમાં કોઈપણ પ્રકારનો અપવાદ દર્શાવાયો નથી. એમાં અપવાદ ન હોવાનું કારણ એ કે હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહ એ બધુ રાગ-દ્વેષ વિના પણ થઈ શકે છે. પણ મૈથુનસેવન રાગદ્વેષ વિના થઈ શકતું જ નથી. ન તું વિળા રોસેર્દિ એ શાસ્ત્ર વચન છે. “એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે...” એમ કહીને આ મહાવ્રતનો મહિમા ગાથામાં આપ્યો છે. આની રક્ષા માટે નવ-નવ તો વાડ દર્શાવવામાં આવી છે. ઈન્દ્રિયપરાજયશતક જેવા ગ્રન્થો મુખ્યત્વે આ જ મહાવ્રતને દૃઢ રીતે પાળવાનું પ્રોત્સાહન આપતા બનાવાયા છે. આજે પણ વ્યવહારમાં એવું અનુભવાય છે કે ચોથા મહાવ્રતની શુદ્ધિ જેની પાસે હોય તે લોકોમાં વંદનીય, પૂજનીય, પ્રશંસનીય બને છે. પ્રત્યેક સંયમીએ પ્રાણના ભોગે પણ આ મહાવ્રતનું પાલન કરવાનું છે. મિથુન એટલે યુગલ = સ્ત્રી, પુરુષ. એ બેની પરસ્પરની ક્રિયા એને મૈથુન કહેવાય છે. વૃત્તિકા૨ મહર્ષિએ આ મૈથુનના ત્રણ પ્રકાર દર્શાવીને દરેકના બે-બે પ્રકાર દર્શાવ્યા છે. (૧) દૈવ મૈથુન બે પ્રકારે. રૂપ અને રૂપસહગત. (૨) મનુષ્ય મૈથુન બે પ્રકારે. રૂપ અને રૂપસહગત. (૩) તિર્યંચ મૈથુન બે પ્રકારે. રૂપ અને રૂપસહગતું. પ્રશ્ન : રૂપ એટલે શું ? અને રૂપસહગત એટલે શું ? ઉત્તર : દેવ-દેવીની, મનુષ્યની કે તિર્યંચની પ્રતિમા સાથે મૈથુન ચેષ્ટાઓ એ રૂપમૈથુન. સાચા-જીવતા દેવદેવી, મનુષ્ય કે તિર્યંચ સાથે મૈથુનચેષ્ટાઓ એ રૂપસહગતમૈથુન. અથવા તો શણગાર વિનાના સાદા દેવ-દેવી, મનુષ્યાદિ સાથે મૈથુન એ રૂપમૈથુન. શણગારવાળા દેવ-દેવી, મનુષ્યાદિ સાથે મૈથુન એ રૂપસહગત મૈથુન. આનું ક્રમશઃ વર્ણન આ પ્રમાણે છે. દેવરૂપમૈથુન : ઉપાશ્રયાદિમાં દેવીઓના ફોટાઓ હોય કે જાત જાતની દેવીઓની પ્રતિમાઓ હોય, સાધુ એને જોઈને વિકારગ્રસ્ત બને અને કુચેષ્ટાદિ કરે... તો એ દેવરૂપમૈથુન ! શણગારાદિ વિનાની દેવી સાથે મૈથુન સેવે તો પણ દેવરૂપમૈથુન ! દેવરૂપસહગત મૈથુન : દેવલોકની દેવીને કોઈક સાધુ પર પૂર્વભવના સંબંધ વગેરેને કારણે ૨ાગ જાગે અને ૨૨૨ *** Page #224 -------------------------------------------------------------------------- ________________ ---------------- સર્વથા મૈથત વિરમણ મહાવત ------------ એ દેવી સાધુ પાસે પ્રગટ થાય, સાધુ પણ એનું રૂપ જોઈ આકર્ષાય, ભાન ભૂલે, વિકારી બને, દોષ સેવે તો એ દેવરૂપસહગત મૈથુન કહેવાય. શણગાર સજેલી દેવી સાથે મૈથુન એ પણ દેવરૂપસહગત મૈથુન. મનુષ્યરૂપમૈથુન : ઉપાશ્રયાદિમાં મનુષ્ય-સ્ત્રીના ફોટાઓ લગાડેલા હોય કે પ્રતિમાઓ હોય, છાપામેગેઝીનોમાં બિભત્સ ફોટાઓ આવેલા હોય, મોબાઈલ-ટી.વી.-ઈન્ટરનેટ પર હાલતી ચાલતી સ્ત્રીઓ દેખાતી હોય... આ બધાની સાથે ખરાબ ચેષ્ટાઓ એ મનુષ્યરૂપમૈથુન! - વિજ્ઞાને કરેલી શોધોએ ભયંકર નુકસાનો ઉભા કર્યા છે. જે વર્ણન કરવા શક્ય જ નથી. શણગારાદિ વિનાની મનુષ્યસ્ત્રી સાથે મૈથુન એ પણ મનુષ્યરૂપમૈથુન ! મનુષ્યરૂપસહગતમૈથુનઃ મનુષ્યસ્ત્રી સાથે સંપર્ક, પરિચય, વિકારાદિ ક્રમથી અંતે પાપસેવન થાય તે. શણગાર સજેલી મનુષ્યસ્ત્રી સાથે પાપસેવન તે પણ મનુષ્યરૂપસહગતમૈથુન ! તિર્યંચરૂપમૈથુન : તિર્ધરસ્ત્રીઓના ફોટા સાથે, તિર્યંચ સ્ત્રીઓની પ્રતિમાઓ સાથે કુચેષ્ટાઓ તે તિર્યંચરૂપમૈથુન ! શણગાર વિનાની તિર્યંચ સ્ત્રી કુતરી વગેરે સાથે કુચેષ્ટાઓ એ પણ તિર્યંચરૂપમૈથુન ! તિર્યંચરૂપસહગતમૈથુન : તિર્યંચસ્ત્રી સાથે મૈથુન તે તિર્યંચરૂપસહગત મૈથુન ! શણગારવાળી તિર્યંચ સ્ત્રી કુતરી વગેરે સાથે મૈથુન એ પણ તિર્યંચરૂપસહગત મૈથુન! આ સામાન્યથી વ્યાખ્યાઓ જોઈ. અહીં સાધુને આશ્રયીને દર્શાવ્યું, એમ સાધ્વીજીને આશ્રયીને પુરુષની અપેક્ષાએ સમજી લેવું. આ પ્રશ્ન : દેવીની પ્રતિમા વગેરે તો પત્થરની બનેલી હોય, અને એની સાથે મૈથુન શક્ય જ નથી ને ? ઉત્તર : તમારી વાત સાચી. પણ પત્થરની પ્રતિમા સાથે પણ કુચેષ્ટાઓ સંભવિત છે, જે એક પ્રકારનું મૈથુન છે. - વિજ્ઞાનની પ્રગતિએ વિનાશ વેર્યો છે, અને એટલે જ રૂ-રબર વગેરેની બનેલી પ્રતિમા સાથે મૈથુન સંભવિત છે. ' પ્રતિમામાં દેવી પ્રવેશ કરે તો તત્કાળ એ પ્રતિમા જીવંતદેવી સમાન બની જાય, એની સાથે પાપ થાય, એ પછી દેવી નીકળી જાય એટલે પાછી એ પ્રતિમા મૂળ સ્થિતિમાં આવે. જા- --------------- ૨૨૩ - - - - - - - - - -૨૯-૯-૦૯ Page #225 -------------------------------------------------------------------------- ________________ જ જે જે જે જે જ જજ મહાવતો - - - - - - - - - - - - - - - - - - એટલે પ્રતિમા સાથે પણ મૈથુન સંભવિત છે. પ્રશ્ન : પણ તિર્યંચ સાથે મનુષ્ય ભોગ ભોગવે ખરો ? એ શી રીતે બને ? શું કોઈ માણસ કુતરી સાથે પાપ કરે ? ઉત્તર : મોહરાજની તાકાત અપ્રતિમ છે, વધારે શું કહેવું? પણ વર્તમાનમાં પણ શ્રીમંતોને ત્યાં છોકરીઓ કુતરાઓ પાળે છે, પોતાની રૂમમાં રાખે છે, અને એનાથી વાસના સંતોષવા પ્રયત્ન પણ કરે છે. શાસ્ત્રોમાં પણ આવા દૃષ્ટાન્તો નોંધાયેલા છે. એટલે આ બધું જ શક્ય છે. કશું અશક્ય નથી. પ્રશ્ન : દેવ કે દેવી ત્યાંના વૈશ્ચિશરીરવાળા દેવી વગેરેને ત્યાગીને મૂત્ર-વિષ્ઠા અશુચિઓથી ભરેલા મનુષ્ય સાથે ભોગ ભોગવવા કેમ આવે? ઉત્તર : પૂર્વભવના સંબંધો, કામ વિકારની વિચિત્રતાઓ, કર્મની પરાધીનતા... વગેરેને લીધે આવું બને છે. ગંગાનદીની અધિષ્ઠાત્રી ગંગાદેવીએ ભરત ચક્રવર્તી મનુષ્ય સાથે એક હજાર વર્ષ ભોગ ભોગવ્યા છે. રે ! બારમા દેવલોકનો દેવ અહીંની સ્ત્રી સાથે ભોગ ભોગવતા ભોગવતા જ મરે, અને એ જ સ્ત્રીના ગર્ભમાં બાળક તરીકે ઉત્પન્ન થાય એવું પણ બને... એમ શ્રી પન્નવણાસૂત્ર વગેરે આગમગ્રંથોમાં દર્શાવેલું છે. પ્રશ્ન : કામવિકારો, મૈથુન સંજ્ઞા આટલી બધી તીવ્ર હોઈ શકે ? ઉત્તર : સોળ શણગાર સજેલી, પાન ચાવતી સ્ત્રી પારાના કુવા પાસે ઉભી રહી એ કુવામાં થુંકે, તો એ સ્ત્રીના થુંકના સ્પર્શથી પારાના જીવોમાં મૈથુનસંજ્ઞા જાગ્રત થાય અને તે પારો સ્ત્રીને સ્પર્શવા કુવામાં જ ઉછળે. આ અપ્રગટ રીતે એમનામાં સંજ્ઞા પડી હોવાનું સૂચન છે. કેટલાક વૃક્ષો એવા છે કે જેને સ્ત્રી પગની પાનીથી ધક્કા મારે, તો એ વૃક્ષો ખીલી ઉઠે છે. કેટલાક વૃક્ષો એવા છે કે સ્ત્રીના મધુર શબ્દો દ્વારા ખીલે છે. કેટલાક વૃક્ષો સ્ત્રી એને ભેટે એના દ્વારા ઉગે છે. કેટલાક વૃક્ષો સ્ત્રીના મોઢાની પાનની પીચકારીઓથી ઉગે છે... કામસંજ્ઞા = મૈથુનસંજ્ઞાથી બચવું ખૂબ-ખૂબ-ખૂબ કપરું છે. મહારથીઓને ધૂળ ચાટતા કરી દેવાનું ભયાનક સામર્થ્ય છે આ મૈથુન સંજ્ઞામાં ! પોતાની સાથે કામચેષ્ટાઓ કરે. એ નવા રૂપો તરીકે માત્ર દેવીના જ રૂપ વિદુર્વે એમ નહિ. પણ દેવોના રૂપો પણ વિદુર્વે. વિચાર તો કરો કે દેવની પાસે સાક્ષાત્ પોતાની દેવીઓ છે, છતાં દેવ દેવ સાથે કામચેષ્ટાઓ કરે, દેવો ખુદ પોતાની સાથે કામચેષ્ટાઓ કરે. માત્ર વિજાતીય જ નહિ. જ જે જ 2 જાજ૨ ૨ ૪ ૨૪૪૪ Page #226 -------------------------------------------------------------------------- ________________ જ જ જજ જજ જજ વિરમણ મહાવત જા જા જા જા જ પણ સજાતીય અને સ્વજાતીય દોષો પણ સેવે...આ વિકૃતિ કેટલી બધી ભયંકર ! શાસ્ત્રકાર મહર્ષિઓએ મૈથુનસંજ્ઞાની ભયાનકતા દર્શાવતા જે શ્લોકો દર્શાવ્યા છે, એ પણ આપણે જોઈ લઈએ કે જેથી આપણે આ બાબતમાં એકદમ સજાગ-સાવધસાવચેત બની જઈએ. () स्त्रीसमद्धेऽत्र गंभीरे निमग्नमखिलं जगत् । उन्मज्जति महात्माऽस्माद यदि कोऽपि થરૃના યોગસાર : આખુ વિશ્વ આ સ્ત્રી રૂપી ગંભીર સમુદ્રમાં ડૂબી ગયું છે. કોઈક જ એવા મહાત્મા છે, જે કોઈક રીતે આ સમુદ્રમાંથી બહાર નીકળી જાય છે. ___(4) विभूसा इत्थिसंसग्गो पणीअं रसभोअणं । नरस्सत्तगवेसिस्स विसं तालउडं નહીં ! દસવૈકાલિકસૂત્ર. આત્માની ખોજ કરનારાને માટે ત્રણ વસ્તુ તાલપુટ ઝેર છે. (૧) વિભૂષા (૨) સ્ત્રીસંસર્ગ (૩) પ્રણીત રસભોજન. જેમ તાલપુટ ઝેર તાળવાને અડે અને માણસ મરી જાય એમ સ્ત્રી પરિચયાદિ ત્રણ પદાર્થો જે સેવે એના સંયમપરિણામ તરત ખલાસ થઈ જાય. (1) हत्थपायपलिच्छिन्नं कण्णनासविगप्पियं । अवि वाससयं नारी बंभयारी વિવજ્ઞ| | દશવૈકાલિકસૂત્ર એ સ્ત્રી ૧૦૦ વર્ષની ડોસી હોય, એના હાથ-પગ કપાઈ ગયા હોય, એના કાનનાક કપાઈ ગયા હોય, એવી પણ સ્ત્રીનો પરિચય બ્રહ્મચારી સાધુએ ત્યજી દેવો. (घ) जहा कुक्कुडपोअस्स निच्चं कुललओ भयं । एवं ख बंभयारिस्स इथिविग्गहओ भयं । કુકડાના બચ્ચાને જેમ સતત બિલાડીનો ભય હોય. એમ બ્રહ્મચારીને સતત સ્ત્રીના શરીરનો ભય હોય. જીવતી સ્ત્રી તો ઠીક, પણ સ્ત્રીના મૃતકથી પણ સાધુને બ્રહ્મચર્યનો ઘાત થવાનો ભય રહે છે. () सक्को अग्गी निवारेउं वारिणा जलिओ वि ह । सव्वोदहिजलेणावि कामग्गी નિવારમો! ભડભડતો અગ્નિ પાણી દ્વારા ઓલવવો શક્ય છે. પણ બધા સમુદ્રનું પાણી ભેગું કરો, તો ય એનાથી કામવાસનાની આગ ઠારવી અઘરી છે. (છ) સિદ્ધનનંદિપારંપો વિ વિનવિ સુરોવિ. दढचित्तोवि छलिज्जइ जुवईपिसाइहिं खुदाहिं । આગમોરૂપી સમુદ્રનો પાર પામેલો, ઈન્દ્રિયોનો વિજેતા બનેલો, શૂરવીર, દૃઢ ચિત્તવાળો પુરુષ પણ યુવતીઓ રૂપી ક્ષુદ્ર પિશાચીઓ દ્વારા પરેશાન કરાય છે, પતન પમાડાય છે. છે જે આજે ૨૨ ૫ જ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૯-૯-૯--૨૯---૯-૯૯ મહાવ્રતો કે-૮૯-૯૦-૯-૯-૪-૯-૯-૯-૪-૯-૦૯(જ) માનવપવિત્ર નદ ના નર્તાસંનિહાનિ तह रमणीसन्नहाणे विदवइ मणो मणीणंपि । જેમ અગ્નિની પાસે મીણ અને માખણ ઓગળી જાય. એમ સ્ત્રીની પાસે સાધુઓનું મન પણ ચલિત થઈ જાય. વિકારી બની જાય. (ક) 13નં મદMા નિમાયા વયથરો વરમો . रहनेमी राइमइ राइमइ कासी ही विसया । યદુરાજનો નંદન, મહાત્મા, નેમિનાથ જિનેશ્વરનો ભ્રાતા, પંચમહાવ્રતધારી, એ જ ભવમાં મોક્ષ પામનાર એવા પણ રહનેમિ એકવાર તો સાધ્વી રાજીમતીમાં વિકારી બની “રાજીમતી, રાજીમતી” કરવા લાગ્યા. ખરેખર આ વિષયસુખોને ધિક્કાર હો ! (ટ) માપવા ન તારિણાવિ સુરક્ષેત્નનિશ્વના ચનિયા ता पक्कपत्तसत्ताणं इयरसत्ताण का वत्ता । કામવિકારોના પવન દ્વારા જો મેરુ પર્વત જેવા નિશ્ચલ એવા પણ મહાત્માઓ હચમચી ઉઠ્યા, તો એ પવનની સામે પાકી ગયેલા પાંદડાના જેવા બાકીના જીવોની તો વાત જ શી કરવી ? (ઠ) નિખંતિ સુvi વિય રિસિપ્પgિuો મારાં ! इक्क च्चिय दज्जेओ कामो कयसिवसहविरामो । મહાકૂર એવા સિંહ, હાથી, સાપ વગેરેને હજી સહેલાઈથી જીતી શકાય. પણ મોક્ષસુખને અટકાવનાર કામવિકારને જીતવો લગભગ શક્ય નથી. (3) पज्जलिओ विसयग्गी चरित्तसारं डहिञ्ज कसिणंपि । सम्मत्तंमि विराहिअ अणंतसंसारिअं कज्जा । જો અંતરમાં કામવિકારો સળગે, તો એ ચારિત્ર પરિણામના સઘળા સારભૂત તત્ત્વને બાળી નાંખે. એટલું જ નહિ એ જીવને સમ્યકત્વથી પણ ભ્રષ્ટ કરીને અનંતસંસારી બનાવી દે. (ઢ) ગલ્થ ય મન્નાહિં સમું થેરાવિ ન ૩જ્જવંતિ વયસUTI | न य झायंतीत्थीणं अंगोवंगाई तं गच्छं । ' અરે, ભાઈ ! ગચ્છ તો એ સાચો કહેવાય કે જેમાં દાંત વિનાના ઘરડા સાધુઓ પણ સાધ્વીઓ સાથે વાતચીત ન કરે, સ્ત્રીઓના અંગોપાંગોનો વિચાર ન કરે. (1) वज्जेड़ अप्पमत्ता अज्जासंसग्गि अग्गिविससरिसिं । अज्जाणुचरो साहु लहइ अकित्ती खु अचिरेण । સાધ્વીઓનો પરિચય આગ જેવો છે, ઝેર જેવો છે. અપ્રમત્ત સાધુઓ સાધ્વીપરિચય ન કરે. સાધ્વીસંપર્ક કરનાર સાધુ ઝડપથી અપકીર્તિને પામે છે. - &#જકજલ - - - - ૨૨ ૬ કકકકક Page #228 -------------------------------------------------------------------------- ________________ સર્વથા મૈથુત વિરમણ મહાવ્રત एए य संगे समइक्कमित्ता सुदुत्तरा चेव भवंति सा । जहा महासागरमुत्तरिता नइ भवे अवि गंगासमाणा । મહાસાગરોને તરી ગયેલા માટે તો ગંગા જેવી મહાનદીઓ ઉતરવી પણ સાવ સહેલી છે. એમ સ્ત્રી-સમુદ્રને તરી ગયેલા મહાત્માઓ માટે બાકીના સઘળા પદાર્થોનો સંગ ત્યાજવો સાવ સહેલો છે. (થ) ********* શિષ્ય ! આવા આવા તો ઢગલાબંધ શ્લોકો જિનાગમોમાં કંડારાયેલા છે, જે કામવિકારોની પાશવી તાકાતનું દર્શન કરાવે છે. એટલે જ આ મહાવ્રતની રક્ષા માટે નવ નવ વાડો દર્શાવવામાં આવી છે. જેઓ આ વાડોનો ભંગ કરે, તેઓ ચોથા મહાવ્રતનો જ ભંગ કરનારા બને છે. ભલે એ ભંગ દેશભંગ હોય કે સર્વભંગ ! એટલે સંપૂર્ણપણે અબ્રહ્મસેવન એ જેમ વ્રતભંગ છે, એમ એની નવવાડોમાં ગરબડ કરવી, છૂટછાટ લેવી એ પણ મહાવ્રતનો ભંગ જ સમજવો. આપણે એ જોઈએ કે આ ચોથા મહાવ્રતમાં કેવી કેવી રીતે ભંગ સંભવે છે. (ક) જે ઉપાશ્રયની બારીઓમાંથી નજીકમાં જ રહેલા ફ્લેટોમાં દિષ્ટ પડતી હોય, એ ફલેટોમાં રહેલી સ્ત્રીઓ દેખાતી હોય, ટી.વી. વગેરે દેખાતા હોય, ફલેટોમાં બનતા પ્રસંગો દેખાતા હોય એ ઉપાશ્રયમાં રહેવું એ આ મહાવ્રતનો ભંગ છે. (ખ) જે ઉપાશ્રયાદિમાં સ્ત્રીઓના મધુર શબ્દો સંભળાતા હોય. પીક્ચરના ગીતો કે મધુર ગાનારી સ્ત્રીઓના શબ્દો સંભળાતા હોય, એવા ઉપાશ્રયમાં રહેવું... (ગ) જે ઉપાશ્રયમાં નીચે જ ચોકીદાર અને એની સ્ત્રી વગેરે રહેતા હોય. અથવા તો જે ઉપાશ્રયમાં ઉપર-નીચે સાધુ-સાધ્વીઓ રહેતા હોય, એવા ઉપાશ્રયમાં રહેવું... (ઘ) દિવસે કે રાત્રે એકલી સ્ત્રીઓ સાથે વાતચીત કરવી. પુરુષો સાથે હોય તો પણ પુરુષો સામે જ જોઈને વાત કરવાની હોય એને બદલે સ્ત્રીઓ સામે જોઈને વાતો કરવી... (ચ) “પેલી સ્ત્રી રૂપાળી છે...” વગેરે સ્ત્રી સંબંધી વાતો કરવી... (છ) જ્યાં સ્ત્રીઓ બેઠી હોય, તેમના ઉભા થયા બાદ ૪૮ મિનિટ સુધી ત્યાં ન બેસાય. એને બદલે ત્યાં બેસવું. એમ જે હોલ વગેરેમાં સ્ત્રીઓ બેઠી હોય, ત્યાં લાંબો સમય બેસી રહેવું. (જ) સ્ત્રીનું રૂપ જોવું, સ્ત્રીના અંગો તરફ દષ્ટિપાત કરવો. વ્યાખ્યાનમાં, દેરાસરમાં, ઘરોમાં ગોચરી વખતે, રસ્તામાં વિહાર વખતે જાણી જોઈને સ્ત્રી તરફ દૃષ્ટિ નાંખવી. એના રૂપને જોવા પ્રયત્ન કરવો. ૨૨૭ Page #229 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો (ઝ) ક્યાંક સ્ત્રીઓ ભેગી થઈને જાતજાતની વાતો કરતી હોય, ક્યાંક સ્ત્રી પોતાના પતિ વગેરે સાથે ખરાબ વાતો કરતી હોય, કૉલેજોની બહાર છોકરા-છોકરીઓ જાતજાતના બિભત્સ ચેનચાળા કરતા હોય... આ બધું સાંભળવું-જોવું એ માટેનો પ્રયત્ન કરવો. ત્યાંથી દૂર હટી જવાને બદલે ત્યાં નજીક જવું. (ટ) ગૃહસ્થપણામાં સ્ત્રી સાથે ભોગો ભોગવ્યા હોય, ટી.વી. વગેરે ઉપર ખરાબ ચિત્રો જોયા હોય, છાપા-મેગેઝીનમાં ખરાબ ચિત્રો જોયા હોય, હલકું વાંચન કર્યું હોય, નવલકથાઓમાં બિભત્સ વાતો વાંચી હોય, સ્ત્રીઓ સાથે હાસ્ય-મશ્કરી-૨મતગમતાદિ કર્યા હોય... આમાંથી કંઈપણ સાધુએ યાદ ન કરવું જોઈએ. છતાં સાધુ આવા જૂના પ્રસંગો જાણી જોઈને યાદ કરે, એ સહજ રીતે યાદ આવે તો પણ મનને તરત બીજે વાળી લેવું જોઈએ. એને બદલે સાધુ એ તરફ જ મનને આગળ વધવા દે... આ બધું ચોથાવ્રતના ભંગરૂપ સમજવું. (ઠ) દૂધ-દહીં-ઘી વગેરે વિગઈઓ વાપરવી. દૂધપાક-રસમલાઈ-અંગુ૨૨બડીગુંદરની ઘેસ-બાસુંદી-બરફી-ઘેબર... વગેરે વગેરે સેંકડો પ્રકારની મીઠાઈઓમાંથી કોઈપણ પ્રકારની મીઠાઈ વાપરવી. એ પણ મહાવ્રતનો ભંગ છે. (ડ) ઉણોદરી રાખવાને બદલે ભરચક વાપરવું. વધારે વાપરવું. (ઢ) મોઢું ધોવું, હાથ-પગ વગેરે વારંવાર ધોવા. (ત) વારંવાર કાપ કાઢવો, મહિને એક કે બે વારને બદલે ચાર-પાંચ વાર કાપ કાઢવો. એનાં પણ કપડામાંથી માત્ર મેલ-પરસેવો દૂર કરવાને બદલે સારા સાબુઓ, સારા પાવડરો દ્વારા વસ્ત્રોને એકદમ ચોખ્ખા, આકર્ષક બનાવવા. આ બધું ગમવું. (થ) આયનામાં, સ્ટીલની પરાતોમાં, સ્ટીલવાળી બોલપેનોમાં, ચોખ્ખા પાણીમાં પોતાનું મોઢું જોવાનો પ્રયત્ન કરવો. ભૂલથી દેખાઈ જાય ત્યારે તરત આંખ ખેંચી લેવાને બદલે જાણી જોઈને મોઢું જોયા કરવું. (૬) શરીર પર મેલ બાઝેલો હોય, તે ગમતો ન હોવાથી ઘસી ઘસીને કાઢવો. પાણીના પોતા દ્વારા બધો મેલ કાઢવો. શરીર ચોખ્ખું દેખાય એટલે રાગ થવો. (ધ) ઉંઘમાં સ્વપ્નમાં ખરાબ દશ્યો દેખાય, અબ્રહ્મસેવનના દશ્યો દેખાય, સ્વપ્નદોષ થાય. (૫) પોતાનો દેખાવ સારો લાગે એ માટે સોનેરી ફ્રેમના ચશ્મા વાપરવા કે ગોગલ્સ જેવા ચશ્મા વાપરવા કે વિશિષ્ટ ડીઝાઈનવાળા ચશ્મા વાપરવા. (ફ) એકલા બેનોને કે એકલા સાધ્વીઓને ભણાવવા, વ્યાખ્યાન આપવું. ભાઈઓ હોય ત્યારે પણ ભાઈઓને સામે જ બેસીને એમની તરફ જોઈને વ્યાખ્યાન આપવાને ૨૨૮ Page #230 -------------------------------------------------------------------------- ________________ સર્વથા મૈથુત વિરમણ મહાવ્રત બદલે સ્ત્રીઓ-તરફ જોઈને વ્યાખ્યાન આપવું, પાઠ આપવો. (બ) ગીતાર્થતા વિના, ગુરુની રજા વિના ભાઈઓ કે બેનોની આલોચના વાંચવી, એ વાંચ્યા બાદ એમને બ્રહ્મચર્યની અંગત પ્રેરણા કરવી... એમના જીવનમાં થયેલી ભૂલો અંગે માર્ગદર્શન આપવું. (ભ) તે તે પ્રસંગોમાં સ્ત્રીઓના નૃત્ય, છપ્પન દિક્કુમારિકાના કાર્યક્રમ સાધુ જૂએ, તો એમાં પણ ચતુર્થમહાવ્રતનો ભંગ થાય. (ય) નાના છોકરાઓને રમાડવા, ખોળામાં બેસાડવા, ગાલ ૫૨ વારંવાર હાથ પંપાળવા, બાળકોને ઉંચકવા... (૨) નાની નાની છોકરીઓને પૂજા-સામાયિકાદિ બદલ સાધુ જાતે પોતાના હાથે પ્રભાવના આપે, એ નિમિત્તે એમને પોતાની પાસે બોલાવે, વાતો કરે, ધાર્મિક (!) પ્રેરણાઓ કરે... ઉપરની બાબતોમાં ચતુર્થ મહાવ્રત મલિન બની શકે છે. હવે એમાં અપવાદ જોઈએ... પ્રશ્ન : અરે ! આ તમે શું બોલ્યા ? ચોથા મહાવ્રતમાં તો અપવાદ છે જ નહિ. તમે જ તો આ વાત જોરશોરથી કરી ગયા છો. અને આ વાત જગપ્રસિદ્ધ છે. અને તમે એમાં અપવાદ બતાવવા માંગો છો. આશ્ચર્ય ! ઉત્તર : ચોથા મહાવ્રતમાં અપવાદ નથી, એ વાત કઈ અપેક્ષાએ છે ? એનો તને ખ્યાલ નથી. અબ્રહ્મસેવન રૂપ જે પાપ છે, એ બાબતમાં કોઈ જ અપવાદ નથી. કેમકે અબ્રહ્મસેવન રૂપી પાપ રાગ-દ્વેષ વિના કદી થઈ શકતું નથી. માટે એ બાબતમાં કોઈપણ અપવાદ નથી. આશય એ છે કે જીવની હિંસા રૂપી પાપ રાગ-દ્વેષ વિના પણ થઈ શકે. મોટું જૂઠ રૂપી પાપ રાગદ્વેષ વિના પણ થઈ શકે. મોટી ચોરી રૂપી પાપ રાગદ્વેષ વિના પણ થઈ શકે. મોટો પરિગ્રહ રૂપી પાપ રાગદ્વેષ વિના પણ થઈ શકે. પણ મૈથુન સેવન રૂપી પાપ રાગ-દ્વેષ વિના થઈ શકતું નથી. માટે એમાં અપવાદ નથી. પણ એ મૈથુનસેવનના ત્યાગ રૂપ જે મહાવ્રત છે, એની રક્ષા માટે જે નવવાડો દર્શાવી છે, એમાં અપવાદ હોઈ શકે છે. કેમકે વિશેષ કારણ આવી પડે ત્યારે એ નવવાડોનું પાલન ન પણ કરે, છતાં એમાં એને રાગ-દ્વેષ થાય જ એવો નિયમ નથી. * ૨૨૯ Page #231 -------------------------------------------------------------------------- ________________ જ - ૯ - - ૯૯ - - - - - જલન મહાવ્રતો કે-૯૯૯ - - - - - - - - - - - એને રાગ-દ્વેષ ન હોય, શક્તિનિગૂહન પણ ન હોય અને છતાં કારણસર નવવાડોથી વિપરીત વર્તન કરે.. એ અપવાદમાર્ગ છે. એટલે મુખ્ય બ્રહ્મચર્યમાં કોઈ અપવાદ નથી. પણ બ્રહ્મચર્યના પાલન માટે જરુરી નવવાડોમાં અપવાદ હોઈ શકે છે. એ રીતે ચતુર્થમહાવ્રતમાં અપવાદ સંભવે છે. ચતુર્થ મહાવ્રતની નવવાડોમાં શુદ્ધ અપવાદ: (ક) ઉપાશ્રય સંસક્ત હોય, પણ બીજી કોઈ રહેવાની જગ્યા ન મળે અથવા તો વધુ દોષવાળી બીજી જગ્યા મળે, તો છેવટે ઓછા દોષવાળા ઉપાશ્રયમાં રહેવું પડે. દા.ત. એક ઉપાશ્રય એવો કે જેમાં નીચે જ બેનો રહેતા હોય, નીચે જ સાધ્વીજીઓ રહેતા હોય. બીજે ઉપાશ્રય એવો કે જેમાં ઉપાશ્રયમાં કોઈ ન હોય પણ બારીમાંથી આજુબાજુના ફૂલેટોમાં દૃષ્ટિ પડતી હોય... હવે ત્રીજો ચોખ્ખો ઉપાશ્રય ન મળે, તો આ દષ્ટિપાતવાળા ઉપાશ્રયમાં રોકાય. પણ એ બારીવાળા સ્થાન પાસે ન બેસે, બારીઓ બંધ રખાવે કે ત્યાં પડદા રખાવે... આ બધી યતના કરે. (ખ) વિહારમાં તો બે ઉપાશ્રય મળવા અઘરા પડે. ધારો કે મોડી સાંજે એક જ જગ્યાએ સાધુ-સાધ્વીના ગ્રુપો જુદા-જુદા સ્થાનેથી વિહાર કરીને આવ્યા. મોડું થઈ ગયું હોવાથી આગળ વિહાર કરી શકાય એમ ન હોય. બીજા સ્થાન માટે તપાસ કરવા છતાં સ્કુલ કે કોઈનું ઘર વગેરે કંઈ ન મળે... ના છૂટકે ત્યારે એક જ ઉપાશ્રયમાં ઉપર-નીચે કે આજુ-બાજુના હોલમાં બંને ગ્રુપે રહેવું પડે. પણ એ વખતે મુખ્ય સાધુ મુખ્ય સાધ્વી સાથે વ્યવસ્થા ગોઠવી દે કે “તમારે માત્રુ પરઠવવા અમુક જગ્યાએ જવું. અમે અમુક જગ્યાએ જશું. તથા વૃદ્ધ-પરિપક્વ સાધ્વીજીને માત્રુ પરઠવવા મોકલવાં. અમે પણ એવા જ પરિપક્વ સાધુને માત્રુ પરઠવવા મોકલશું...” વગેરે શક્ય એટલી યતના પાળે. (ગ) ગીતાર્થ-સંવિગ્ન આચાર્યદેવ જાહેરમાં બેસી સાધ્વીઓની કે સ્ત્રીઓની આલોચના સાંભળે, સાધુ પણ પોતાના બા-બેન મળવા આવે તો ગુરુની રજા લઈ ઔચિત્ય જાળવવા અમુક સમય એમની સાથે બેસે. સાથે કોઈક ભાઈને બેસાડે, બેનબાની સામે જોયા વિના નીચી નજરે વાતો કરે. ક્યારેક જોવું પડે તો પણ તરત પાછી નજર ખેંચી લે. (ઘ) બેનો અમુક જગ્યાએ બેઠા હોય, પછી જતા રહ્યા હોય. પણ સાધુ પાછળથી આવેલો હોવાથી એને એ વાતની ખબર ન હોય અને સાધુ ૪૮ મિનિટની અંદર જ એ જગ્યાએ બેસે, તો પણ એને ખબર જ ન હોવાથી, પ્રમાદાદિ બિલકુલ ન હોવાથી દોષો નથી. જા જા જા જા જ - ૨૩૦ જી -જ - Page #232 -------------------------------------------------------------------------- ________________ * સર્વથા મૈથુત વિરમણ મહાવ્રત ---- (ચ) ગીતાર્થ-સંવિગ્ન આચાર્યદેવ આલોચના કરનાર સ્ત્રી કપટાદિ કરે છે કે નહિ? એ જાણવા માટે એમના મુખ તરફ જૂએ. કેમકે મુખાકૃતિ ઉપરથી પણ કપટાદિ પકડાઈ જતા હોય છે. ઘણીવાર એવું બને કે કોઈ સાધ્વી-શ્રાવિકાને ભૂત વળગેલું હોય કે નજર લાગી હોય તો એ બધું એમની આંખો ઉપરથી પકડી શકાય. આવી કળા કોઈક સાધુને આવડતી હોય. આ વખતે એ વળગાડથી ખૂબ પરેશાન થતા સાધ્વીજીની સમાધિ ખાતર આ સાધુ પરિપક્વ હોય તો ગુરુની હાજરીમાં જ સાધ્વીજીની આંખોમાં દૃષ્ટિપાત કરીને બધું પકડી પાડે. પણ આ માટે એણે સાધ્વીજીના મોઢા ઉપર નજર કરવી પડે... આવા અતિગાઢ પ્રસંગો સ્વયં વિચારી શકાય છે. એ સાધુ સંવિગ્ન છે, પરિપક્વ છે, જાગ્રત છે એટલે રાગભાવ પામતો નથી, એને માટે આ વાત છે. આ રીતે જોવા છતાં એને કોઈ દોષ નથી. (છ) કૉલેજના રસ્તેથી જ ઠલ્લે જવાતું હોય, સાધુના જવાના સમયે જ ત્યાં રીસેસ પડી હોય કે કૉલેજ છૂટી ગઈ હોય. સેંકડો-હજારો છોકરા-છોકરીઓની અવરજવ૨, મસ્તી ચાલતી હોય. ભારે ભીડમાં સતત નીચે જોઈને રસ્તો કાઢતો કાઢતો આગળ વધે. પણ એમાં તે તે દશ્યો દેખાઈ જાય. સાધુ તરત નજર ખેંચી રાખે,... ઠલ્લે જવાનો બીજો રસ્તો ન હોવાથી રસ્તો બદલી ન શકે. એ જ સમયે શંકા થઈ હોવાથી સમય વહેલોમોડો કરી ન શકે. છતાં પોતાનો વૈરાગ્ય પરિપક્વ હોવાથી, વિશેષ મુશ્કેલી ન હોવાથી જ વાડામાં જવાને બદલે આ સ્થાનેથી આગળ વધે, એમાં એને કોઈ દોષ નથી. (જ) સંસારીપણામાં કોઈક સ્ત્રી સાથે સંબંધ હોય, એ સ્ત્રીએ દગો દીધો હોય, કપટ કરીને આ સાધુને તે વખતે ભારે મુશ્કેલીમાં મૂક્યો હોય... એ સ્ત્રીના રાગમાં પાગલ એણે તે વખતે એ કશું સમજ્યા વિના ઘણું ઘણું વેઠ્યું હોય. પાછળથી ખબર પડી હોય કે જેને હું મારી પ્રિયતમા માનતો હતો, એ તો લફરાબાજ હતી. એણે મારું ધનોતપનોત કાઢી નાંખ્યું... આ જ વાતથી એને જોરદાર વૈરાગ્ય થયો હોય, દીક્ષા લીધી હોય. આવા સાધુને કોઈક પૂછે કે ‘તમને વૈરાગ્ય કેમ થયો ?' એ વખતે સાધુ એને વૈરાગ્ય પમાડવા પોતાના સંસારીજીવનના પ્રસંગો કહે, યાદ કરે... એમાં સ્ત્રી સાથેના પ્રણયના પ્રસંગો પણ આવે... આ રીતે પૂર્વક્રીડિતસ્મરણ કરવા છતાં પણ એમાં જો એનો વૈરાગ્યભાવ વધે કે “અરેરે ! મને એના પર કેટલો બધો રાગ હતો. છતાં એનો મારા માટેનો દગો કેવો ! સંસાર ખરેખર અસાર છે...’ તો આ પૂર્વક્રીડિતસ્મરણ થવા છતાં સાધુ દોષપાત્ર ન બને. (ઝ) અશક્ત સાધુને વિગઈઓ વપરાવવી પડે, પુષ્કળ પિત્તની મુશ્કેલીવાળા સાધુને મિષ્ટાન્ન વપરાવવું પડે, ખૂબ ભણતા અને માટે જ બધી વિગઈઓ પચાવી શકનારા, વિગઈઓ ન ખાય તો અપૂર્વ સ્વાધ્યાય ન કરી શકનારા એ સાધુને ગુરુ *૨૩૧ ** Page #233 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો દુર્બલિકાપુષ્પમિત્રની જેમ વિગઈઓ પણ વપરાવે, ગોચરી માંડલીમાં વિગઈ વધી પડે, પરઠવવામાં ઘણી વિરાધના થાય તેમ હોય તો વિગઈ પણ વાપરે, સંયમ પાલન માટે શરીર ટકાવવાના જ એકમાત્ર ઉદ્દેશથી નાછુટકે વિગઈ વાપરે... આ બધા જ અપવાદો છે. (ટ) ગોચરી ખૂબ વધી પડે, પરઠવીએ તો ઘણી વિરાધના થાય તેમ હોય. સાધુનું શારીરિક બંધારણ એવું હોય કે એ વધુ વાપરે તો પણ ઝાડા વગેરે થાય તેવું ન હોય. માત્ર બીજા ત્રીજા દિવસે ઉણોદરી-ઉપવાસાદિ કરવા પડે. તો આ સાધુ આવા દિવસોમાં ઘણું વાપરે, તો પણ એ દોષપાત્ર નથી. કોઈક પ્રસંગ સ્વીકારાઈ ગયો હોય, પણ પાછળથી ખ્યાલ આવે કે ત્યાં જવામાં આત્માને, શાસનને, સંઘને નુકસાન થાય તેમ છે. હવે સીધી ના કહેવી શક્ય ન હોય. માંદગીનું સચોટ બહાનું ઊભું કરવા માટે જાણી જોઈને ખૂબ વધુ વાપરે. ઉલ્ટી-ઝાડા થઈ જાય, એટલે એ બહાના હેઠળ એ પ્રસંગમાં જવાનું ટાળે. અહીં પણ શાસનહીલનાદિ અટકાવવાનો જ એકમાત્ર ભાવ હોવાથી અધિકોદરી કરવા છતાં પણ સાધુ નિર્દોષ ગણાય. (ઠ) આચાર્યદેવ પાસે મોટા શ્રાવકો, રાજકારણીઓ, જૈનેતરો મળવા આવતા હોય, જો તેઓ મલિન વસ્ત્રો પહેરે તો શાસનનું ખરાબ દેખાય. આવા વખતે આચાર્યદેવ કે એવા પ્રભાવક પુરુષો ઉજળા વસ્ત્રો પહેરે. એ માટે દર પાંચ-સાત દિવસે પણ કાપ કાઢે-કઢાવે. છતાં તેઓ દોષપાત્ર ન બને. ગ્લાન સાધુ જો મલિન વસ્ત્રો પહેરે, તો એને અજીર્ણ થાય. એટલે એના માટે એના વસ્ત્રો વારંવાર ધોવા પડે તો પણ દોષ નહિ. (ડ) સાધુ જાતે લોચ કરતો હોય તો લોચ બરાબર થાય એ માટે આયનામાં જોવું જરુરી પડે. એને આધારે એ વાળ જોઈને ખેંચી શકે. એ વખતે સાધુ આયનાનો ઉપયોગ કરે, એમાં પોતાનું મોઢું પણ જૂએ... છતાં રાગભાવ ન હોવાથી દોષ નહિ. (ઢ) શરીર ઉપરના મેલને કારણે જો જીવાતો ઉત્પન્ન થતી હોય. (સવા ઉત્પન્ન થાય.) તો જીવ રક્ષા માટે શરીરનો મેલ પાણીના પોતાદિ દ્વારા દૂર પણ કરે. (ત) લોચ કર્યા બાદ માથા પર, મોઢા પર, પીઠ પર, પેટ પર રાખ વગે૨ે ઢંકાયેલી હોય, એ જો સાફ ન કરે તો ઉચિત ન લાગે. તો એ વખતે ભીના કપડાથી બધું ઘસી ઘસીને દૂર કરી દે. એમાં “ચાલો, એ બહાને સ્નાન કરવા મળ્યું. હું હવે સારો દેખાઈશ...” એવો કોઈ ભાવ ન હોય, પણ માત્રને માત્ર ઔચિત્ય સાચવવાનો જ ભાવ હોય. તો આ રીતે મોઢું વગેરે ભીના કપડાદિથી સાફ કરવાની પ્રવૃત્તિ કરવા છતાં સાધુ ૨૩૨ ***** ***** Page #234 -------------------------------------------------------------------------- ________________ સર્વથા મૈથુત વિરમણ મહાવ્રત દોષપાત્ર ન બને. (થ) મોટા નખ વડીલાદિને વંદનમાં વાગી જાય, કે પોતાને પણ વાગી જાય. એ નખમાં મેલ ભરાય, એ ખાવામાં જાય તો રોગાદિ થાય... આ બધા દોષોથી અટકવા માટે નખ સમારે, પણ એને ઘાટ આપવાની, સારા લાગે એવા કરવાની પ્રવૃત્તિ બિલકુલ ન કરે... તો એમાં સાધુ નિર્દોષ છે. (૬) નાના બાળકોને સાધુ માથે હાથ મૂકી આશીર્વાદ આપે, એવી મા-બાપને ઈચ્છા હોય. એમની એ પવિત્ર ભાવના, પવિત્ર શ્રદ્ધાની રક્ષા માટે, વૃદ્ધિ માટે સાધુ શુભભાવથી બાળકોના મસ્તકે હાથ મૂકે, વાસક્ષેપ નાંખી આપે... પણ ગાલ પંપાળવાદિ પ્રવૃત્તિ ન કરે... તો આ પણ એક અપવાદ છે. (ધ) બાળ સાધુને વાત્સલ્યની જરુર હોય, મા-બાપ હોય નહિ. એ તો પોતાના ગુરુને જ સર્વસ્વ સમજે એમના ખોળામાં માથું મૂકીને ઉંઘી જાય... જો એને વાત્સલ્ય ન અપાય તો એને ચારિત્રમાં ટકાવવો અઘરો જ છે. એ વખતે ગુરુ એના માથે હાથ ફેરવે, જરાક મોઢે હાથ પંપાળે... તો પણ એ સાધુ - ગુરુ નિર્દોષ છે. હા ! મનમાં કોઈ જ ખરાબ વિચાર ન હોવા જોઈએ. રે ! કોઈક સાધુ એવો ગ્લાન થાય કે એની મળશુદ્ધિ પણ બીજાએ કરવી પડે. એ વખતે વૈયાવચ્ચીઓ એના શરીરના તે તે અંગોની શુદ્ધિ કરે, પગ દબાવી આપે... છતાં આમાં માત્ર ને માત્ર ગ્લાન સાધુની સેવા કરવાનો જ એકમાત્ર ભાવ હોય તો એ સાધુ શુદ્ધ જ છે. આમ, બ્રહ્મચર્યમાં ભલે અપવાદ નથી, પણ બ્રહ્મચર્યની નવવાડોમાં અપવાદ હોઈ શકે છે. પણ એના માટે જરુરી છે એકદમ સાવચેતી ! સાવધાની ! સચેતતા ! બીજા બધા વ્રતોના અપવાદ કરતા આ મહાવ્રતના અપવાદો વધુ જોખમી છે. કેમકે એ અબ્રહ્મ નામના મહાપાપ તરફ જીવને ઢસડી જાય છે. ભલે એ કારણસર સેવાય, ભલે એ યતનાપૂર્વક સેવાય છતાં કામસંજ્ઞાના સંસ્કાર એવા તો જાલીમ છે કે જીવને ધીરે ધીરે અબ્રહ્મ તરફ, કામવિકારો તરફ ખેંચી જ જાય. એટલે જ આ મહાવ્રતની વાડોના અપવાદો ભલે આપ્યા છે, પણ એ ન જ સેવાય એમાં વધુ હિત છે. આ નવ વાડોને નિ૨૫વાદ જ માનીને ચાલશું તો જ બ્રહ્મચર્ય સરળ બની રહેશે. નહિ તો ગમે ત્યારે ગમે તે બની જાય એવી સંભાવનાને કોઈ જ નકારી નહિ શકે. માત્ર સુનંદાના વાળની લટના સ્પર્શથી સંભૂતિમૂનિ પતન પામ્યા. માત્ર રાજીમતીના દર્શનથી રહનેમિમુનિ પતન પામ્યા, વિગઈઓના ખૂબ વપરાશથી કંડરિક મુનિ ૧૦૦૦ વર્ષના તપસ્વી મુનિ પતન પામ્યા. ૨૩૩ Page #235 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - મહાવતો ---- ------------- ભોગવેલા ભોગોના સ્મરણથી નંદિષેણ મુનિ વેશ્યાગામી બન્યા, કોશાનું રૂપ જોવા માત્રથી સિંહગુફાવાસી મુનિ વિકારી બન્યા, પાંચ પુરૂષો સાથે મસ્તી કરતી સ્ત્રીને જોઈને દ્રોપદીનો પૂર્વભવ સાધ્વીજી નિયાણું કરી બેઠા, એકાંતાદિના કારણે સગા મા-દીકરા પરસ્પર પાપી બન્યા, અનશનમાં મૃતપ્રાયઃ બની ગયેલી સુકુમાલિકા સાધ્વી શશક ભશકના શરીરસ્પર્શથી વિકારી બની આવા તો કંઈ કેટલાય દૃષ્ટાન્તો શાસ્ત્રોમાં નોંધાયેલા છે. નહિ નોંધાયેલા હજારો-લાખો પતનોના ગણિત તો કેવલી જ જાણે ને ? ભલે કદાચ કાયાથી પવિત્ર હશું, વચનથી હજી પવિત્ર હશે, પણ શું આપણે મનથી પણ પવિત્ર ખરા? દીક્ષા લીધા બાદ પણ પવિત્ર ખરા? સાચી સમજણ મળ્યા બાદ પણ પવિત્ર ખરા? ધર્મ ગમતો હોવા છતાં, મહાવ્રતો પાળવાની દઢતા હોવા છતાં પણ મનથી પવિત્ર ખરા ? જો, ના? તો આપણે કોણ? આપણે ક્યાં? એ વિચારવાની જરુર નથી લાગતી શું? જો નવ વાડોનું બરાબર પાલન કરાય, કારણ આવે તો પણ ઘણું વેઠીને પણ વાડોની રક્ષા કરાય, તો મનથી પણ પવિત્ર રહી શકાશે. પણ નવવાડો પ્રત્યે આપણી ઉપેક્ષા છે, એટલે દોષો ઉભા થાય છે. ગૃહસ્થો અતિ અતિ અતિ ભક્તિ કરે છે અને આપણે એ લઈએ છીએ, એમાં પ્રણીતભોજન નામની વાડનો ભંગ નથી શું ? ફૂલેટોમાં, અત્યંત સંસક્ત ઉપાશ્રયોમાં રહેવામાં સંસક્ત વસતિ નામની વાડનો ભંગ નથી શું ? બીજા-ત્રીજા-ચોથા-પાંચમાં બહાના હેઠળ બેનોનું ઉપાશ્રયમાં આવવું, આવવા દેવા.. એમની સાથે ઉપદેશાદિ રૂપે ઘણી વાતો... એ સ્ત્રીકથા નામની વાડનો ભંગ નથી શું? ઉપાશ્રયમાં બેઠા હોઈએ અને આજુ બાજુના ફલેટોમાંથી ચલચિત્રોના મોટા અવાજ સંભળાય, ગીતો અને સંવાદો સંભળાય, પોપ મ્યુઝિક સંભળાય... આ બધામાં કુષ્યન્તર નામની વાડનો ભંગ નથી શું ? વાહનોની સુવિધાના કારણે વિશ્વ આખું એકદમ સાંકડુ થઈ જ ગયું છે, એટલે જ દીક્ષા બાદ પણ પૂર્વપરિચિતો વારંવાર મળવા આવી શકે, રહી શકે.. એ પૂર્વપરિચય ચાલુ રહે... એની સાથે પૂર્વક્રીડાના સ્મરણો પણ એક યા બીજી રીતે જોડાયેલા રહે. એ બધું પણ વાડભંગ રૂપ જ છે ને ? જk - ૨ ૩૪ ૯૯૯૯૯૯૯૯૮ Page #236 -------------------------------------------------------------------------- ________________ સર્વથા મૈથુન વિરમણ મહાવ્રત વર્તમાનમાં ગમે તે કારણે ગોચરી ઘણી સુલભ બની. વળી ઘણી અનુકૂળ મળવા લાગી, અનુકૂળ મળે એટલે સહજ રીતે વધારે આવવા લાગી... એટલે જ વધુ પ્રમાણમાં વપરાવા લાગી... આમાં પણ અતિમાત્રા વાડનો ભંગ નથી શું ? * પીવા માટે ના છુટકે આધાકર્મી પાણી વાપરવાની જરુર પડે, પણ એ ખરાબ સંસ્કાર પડી ગયા અને આધાકર્મી પાણી વાપરવાનો શોક ગયો. પાણી એકદમ સુલભ બની ગયું, એટલે જ વારંવાર કાપ કાઢવાનો પણ છોછ ન રહ્યો... આ બધું વિભૂષાવાડના ભંગ રૂપ નથી શું ? ચોક્કસ, અપવાદ હોઈ શકે છે, પણ અત્યારે શું બધું જ અપવાદ રૂપે જ ચાલે છે ? એ અતિચારાદિ રૂપ નથી બની જતું ને ? વળી જો ચોથુ વ્રત નિરપવાદ છે, તો એના માટેની વાડો પણ નિરપવાદ રૂપે પળાય તો જ વધુ સારું. વાડોમાં અપવાદ છે, પણ એ બને ત્યાં સુધી ન જ સેવાય એ ખૂબ ખૂબ જરુરી છે. પ્રશ્ન : વર્તમાનમાં બધી વાડો પાળવી શક્ય નથી. દ્રવ્ય, ક્ષેત્રાદિ જ એવા પ્રકારના થઈ ગયા છે. તો તમે એવો રસ્તો બતાવો કે જેનાથી બધી વાડ ન પળાય, તો પણ બ્રહ્મચર્ય સરળતાથી પાળી શકાય. ઉત્તર : નકારાત્મક રૂપે બે રસ્તા છે. (૧) સજાતીયસ્પર્શત્યાગ (૨) વિજાતીયપરિચયત્યાગ. હકારાત્મક રૂપે મુખ્ય એક રસ્તો છે. (૧) સ્વાધ્યાયપ્રધાન યોગોમાં સતત પ્રવૃત્તિ ચાલુ જ રાખવી. (૧) સજાતીયસ્પર્શ ત્યાગ : સાથે રહેલા સાધુઓને મજાક વગેરે રૂપે પણ સ્પર્શ ન ક૨વો. માત્ર વંદન વખતે પગના પંજાને સ્પર્શ કરવો... એ સિવાય નહિ. શ્રાવકોબાળકો વગેરેને પણ ધબ્બા મારવા, માથે હાથ ફેરવવો, ગાલે હાથ ફેરવવો... વગેરે કોઈપણ પ્રકારના સ્પર્શથી દૂર રહેવું. કોઈ શ્રદ્ધાભાવથી આશિષ માંગે, તો મસ્તકે હાથ મૂકવા રૂપે આશિષ આપવાની જયણા... બાકી સ્પર્શથી સદાય અળગા રહેવું. (૨) વિજાતીયપરિચય ત્યાગ : સાધ્વીજીઓનો પરિચય રાખવો નહિ. સાધ્વીજીઓ વ્યાખ્યાન વખતે વંદન કરીને નીકળી જાય. વળી આચાર્ય ભગવંત વગેરે સિવાય બાકીના સાધુઓને તો સાધ્વી પરિચયની કોઈ જ આવશ્યકતા જ નથી. સાધ્વીજીઓ પણ આ નિર્ણય કરી શકે કે “આપણે વ્યાખ્યાન સિવાય ઉપાશ્રયે જવું નહિ. કદાચ મુખ્ય આચાર્યશ્રીને વંદન ક૨વા જઈશું, તો પણ બીજા સાધુઓ સાથે ૨૩૫ **** Page #237 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો વાતચીત વગેરે નહિ કરીએ.” વિજાતીયપરિચયના પણ અનેક પ્રકારો છે. (૧) વિજાતીયને જોવાની પ્રવૃત્તિ (૨) વિજાતીય સાથે વાતો કરવાની પ્રવૃત્તિ. (૩) વિજાતીય સાથે પત્રવ્યવહારાદિ પ્રવૃત્તિ. (૪) વિજાતીયને પાત્રા રંગવા-ઓઘા ટાંકવા... વગેરે કાર્યો સોંપવાની પ્રવૃત્તિ આ બધામાં નુકસાનો સંભવિત છે. એમાંય સૌથી વધારે ભયંકર છે વિજાતીયને જોવાની પ્રવૃત્તિ ! પ્રાયઃ વિકારોની ઉત્પત્તિ વિજાતીયદર્શનથી જ થાય છે. જો વિજાતીય દર્શન નહિ, તો પ્રાયઃ વિકાર નહિ. સ્વર્ગની અપ્સરાઓ કે મૃત્યુલોકની પણ કરોડો સ્ત્રીઓ સંબંધી વિકારો જાગતા નથી, કેમકે એમનું દર્શન થયું નથી. જ્યાં વિજાતીય દર્શન થયું છે, ત્યાં જ વિકારો જાગ્યા છે... રે ! ગોચરી વગેરેમાં સ્ત્રી સાથે વાતચીતાદિ કરવા પડે, ત્યારે પણ જો આંખો નીચી રખાય તો પ્રાયઃ વિકારો જાગતા નથી. જ્યારે વાતચીતાદિ વિના પણ જો દૃષ્ટિથી પરિચય થાય તો પ્રાયઃ વિકારોની શક્યતા રહે છે. એટલે સાવ સીધો-સાદો-સરળ ઉપાય એ કે વિજાતીય તરફ જોવું નહિ.' આ ઉપાયને બરાબ૨ આત્મસાત્ કરી લેવો જોઈએ. મનમાં કદાચ બળવો જાગે, તો પણ મનને સમ્યક્ રીતે સમજાવીને પણ આ પદાર્થ સિદ્ધ કરી લેવો જોઈએ. જો કે વિજાતીયદર્શન કરતા પણ વિજાતીયસ્પર્શ વધુ ભયાનક છે. માટે જ સ્થૂલભદ્રજીએ કોશાને બધું દેખાડવાની રજા આપી. પણ સ્પર્શની રજા નથી આપી. છતાં સાધુજીવનમાં વિજાતીયસ્પર્શ નામનું નિમિત્ત પ્રાયઃ આવતું જ નથી. એટલે એનું પાલન સુલભ છે. જે નિમિત્ત આવે છે, તે વિજાતીયદર્શનનું આવે છે... એટલે એના ઉપર જ વધુ ધ્યાન આપવું. વળી મોટા ભાગે તો એવું જ બને છે કે વિજાતીયસ્પર્શ પણ સીધે સીધો આવતો નથી. જો વિજાતીયદર્શન વિકારો જગાડે, તો વિજાતીયસ્પર્શ તરફ પ્રવૃત્તિ થાય. એટલે વિજાતીયસ્પર્શ વિજાતીયદર્શનથી જ મોટા ભાગે ઉત્પન્ન થતો હોવાથી વિજાતીયદર્શન જો બંધ થાય, તો આપો આપ વિકારો બંધ થઈ જવા દ્વારા વિજાતીય સ્પર્શને ઉત્પન્ન થવાનો અવસર જ ન રહે. આ બધું સામાન્યથી, ૯૯% રૂપે સમજવું. બાકી ૧% તો આમાં પણ ફેરફાર હોઈ શકે છે. અશુભભાવને અટકાવવા માટે એના નિમિત્તો ત્યાગ્યા, પણ શુભભાવ લાવવા માટે, મન નિમિત્તો તરફ ન ખેંચાય એવું ગોઠવવા માટે સતત શુભપ્રવૃત્તિ જરુરી છે. એમાં પણ વિકારો-વાસનાઓ એ મુખ્યત્વે મનનો વિષય છે. એટલે જ મન જો સારી જગ્યાએ સ્થિર થઈ જાય, તો બ્રહ્મચર્ય એકદમ સરળ બની જાય. ****૨૩૬ Page #238 -------------------------------------------------------------------------- ________________ ------------ સર્વથા મૈથુન વિરમણ મહાવત - ૪ ------------ આ માટેનો શ્રેષ્ઠતમ ઉપાય છે, સ્વાધ્યાય સ્વાધ્યાયમાં મન તલ્લીન બને, એટલે એમાં વિકારાદિ જાગે નહિ, એટલે મન ખરાબ ભાવોમાં રમે નહિ, ખરાબ નિમિત્તો તરફ દોડે નહિ. પ્રશ્ન : શું માત્ર સ્વાધ્યાય જ સારો યોગ છે ? પ્રતિક્રમણ, વૈરાગ્ય, ગોચરી, પાણી... વગેરે બધા યોગોમાં પણ મન તલ્લીન બની જ શકે છે ને ? ઉત્તર : ચોક્કસ ! એની ના જ નથી. પણ સંસારીઓને જેમ આખો દિવસ ઢગલાબંધ કામો હોય છે. એવું આપણા જીવનમાં નથી. દા.ત. સંસારમાં પુરૂષોને ૮૧૦ કલાક ધંધો-નોકરી-મજૂરી કરવાની... છોકરાઓને સ્કૂલો-ટ્યુશનોમાં ખૂબ ભણવાનું ... સ્ત્રીઓને તો ઢગલાબંધ કામો... ત્રણ ટાઈમ રસોઈ બનાવવી- બે ટાઈમ કચરાપોતા - ત્રણ ટાઈમ વાસણ ધોવાના - ગોઠવવાના - શાકભાજી વગેરેની રોજેરોજની ખરીદી કરવાની.... આપણા જીવનમાં આ બધી પ્રવૃત્તિઓ ઘણી ઘણી ઓછી છે. સવાર-સાંજના પ્રતિક્રમણનો એકાદ કલાક સવાર-સાંજના પ્રતિલેખનનો એકાદ કલાક માંડલીના કાર્યનો એકાદ કલાક ગોચરી-દેરાસર-વડીનીતિ વગેરેના બે કલાક રાત્રિ નિંદ્રા સંબંધી સાતેક કલાક દિવસે આરામ કરો તો ય અડધો કલાક વિંદનાદિ અન્ય કાર્યનો અડધો કલાક વૈયાવચ્ચાદિ માટેનો વધારાનો એકાદ કલાક : 'આ બધા કલાક ભેગા કરો, તો આ ૧૪ કલાક થાય છે. બાકીના ૧૦ કલાક શું ? એમાં શું કરવાનું? સ્વાધ્યાય એ જ એનો પ્રધાન યોગ છે. વિહાર હોય તો પણ એના બે-ત્રણ કલાક બાદ કરીએ તો ય રોજના ૭ કલાક તો સ્વાધ્યાય થાય જ ને ? આજે પણ ઘણા મહાત્માઓ એવા છે, જેઓ દિવસનો ૧૨ કલાક પણ સ્વાધ્યાય કરે છે. અને એ શક્ય છે, કેમકે રાત્રે ૬ કલાક નિંદ્રા, પ્રતિક્રમણ અને પ્રતિલેખનનો કુલ સમય બે કલાકે, માંડલીનું કામ પોણો કલાક, ગોચરી વાપરવી - વડીનીતિ વગેરેના વધુમાં વધુ બે કલાક... અને હજી સવા કલાક વધારાનો ફાળવે તો પણ તેઓ પાસે ૧૨કિલાકનો સ્વાધ્યાય સહજ છે. આવો સખત સ્વાધ્યાય કરે, સંયમના અવશ્ય કર્તવ્યયોગો જાળવે અને બ્રહ્મચર્ય સાવ-સાવ સરળ થઈ જાય, એ વાતમાં કોઈ આશ્ચર્ય જ નથી. એના મનમાં સ્ત્રી સંબંધી જે ૪૯૯ ૯ - - - - ૨ ૩૭ ૯- ૧૯૯૯ - - - - - - - Page #239 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો વિચાર કરવાનો કદી અવસર જ ન આવે. હવે જો સ્વાધ્યાય ન હોય તો દિવસના જે ૧૦-૧૨ કલાક ખાલી પડ્યા રહે, એમાં સાધુ શું કરે ? એ નવરું પડેલું મન ક્યાં નહિ દોડે ? પ્રતિલેખન-પ્રતિક્રમણાદિ ક્રિયા કંઈ ચાર-પાંચ વાર કરાતી નથી. એમ કોઈ કરે, તો પણ એમાં ભાવ જાળવવો કપરો છે, મનની એકાગ્રતા કપરી છે. એટલે દિવસનો લગભગ અડધો-અડધ સમય બાકીના યોગો માટે જાય, પણ અડધો-અડધ સમય ખાલી પડે... એ જો સ્વાધ્યાયથી ભરી દેવામાં ન આવે, તો ખાલી પડેલા એ સમયમાં ઉંધુ-ચત્તુ ઘૂસી જ જવાનું, વિકારોનું ભૂત પેસી જ જવાનું. મંદીર બનાવ્યા બાદ જો તરત પ્રતિષ્ઠા ન કરાય, એ જગ્યા ખાલી રખાય તો ભૂતડાઓ એમાં રહી જાય... એમ કહેવાય છે. એમ દીક્ષા બાદ જો આ સમયને ખાલી રખાય તો વિકારભૂતડાઓ એમાં પેસી જાય... અને એટલે જ એ સમયને સ્વાધ્યાયાદિ પ્રધાન યોગથી ભરી જ દેવો જોઈએ. રાત્રે ઉંઘતી વખતે પણ માથે સ્વાધ્યાયાદિનો બોજો રહે, ઉંઘમાં પણ પંક્તિઓ દેખાયા કરે... એવો સખત પુરુષાર્થ પણ ઘણા મહાત્માઓ કરે છે. એટલે બીજા બધા યોગો પણ સારા જ છે, એમાં પણ મન એકાગ્ર બની શકે જ છે... પણ આ કામ ચોવીસ કલાકનું નથી. દિવસનો ઘણો સમય ખાલી પડવાનો. એને પૂરવા માટેનો સક્ષમ યોગ છે સ્વાધ્યાય ! માટે અહીં એને પ્રધાનતા આપી છે. વળી શાસ્ત્રવચનો પ્રમાણે પણ આપણી પ્રતિદિન સામાચારીમાં કુલ ૧૨ થી પણ વધારે કલાક મુખ્યત્વે સ્વાધ્યાય માટે ફાળવવામાં આવ્યા છે. એટલે શાસ્ત્રીયદૃષ્ટિએ પણ આ વાત સંગત થાય છે. તથા કામવિકારગ્રસ્તને નિર્વિકારી બનવા માટેનો મુખ્ય ઉપાય અધ્યાપન દર્શાવ્યો છે. શ્રી મહાનિશીથ ગ્રન્થ, શ્રી યતિજીતકલ્પ વગેરેમાં ચોખ્ખુ લખ્યું છે કે “તારે ઉભા થયેલા વિકારો ખતમ કરવા હોય તો જો તારી પાસે અધ્યાપન શક્તિ હોય, તો તું ખૂબ જ ભણાવ. અધ્યાપનશક્તિ ન હોય, એને માટે તપાદિ યોગો દર્શાવેલા છે. એટલે આ બધું વિચારતા એવું ચોક્કસ લાગે છે કે જેને ચોથા મહાવ્રતમાં નિર્દોષ રહેવું હોય, આખી યૌવનવય વિકારોના ડાઘા વિનાની ચોખ્ખી પસાર કરવી હોય એણે (૧) સજાતીયસ્પર્શ (૨) વિજાતીય દર્શનાદિ ત્યાગવા, બરાબર ત્યાગવા. છીંડા ન રાખવા. (૩) અવસર પ્રમાણે બાકીના યોગો બરાબર જાળવવા પૂર્વક બાકીનો બધો જ સમય સ્વાધ્યાયમાં (સૂત્રો ગોખવા-ચિંતન-પાઠ લેવો-પાઠ આપવો- લખવું-વ્યાખ્યાન સાંભળવું-વાચના આપવી...) બરોબર ગોઠવી દેવો. ૨૩૮ *** **** Page #240 -------------------------------------------------------------------------- ________________ સર્વથા મૈથુત વિરમણ મહાવ્રત જે આ બરાબર આદરશે, એ હળાહળ કળિયુગનો સ્થૂલભદ્ર મહામુનિ જ બની રહેશે. આમાં ઉપેક્ષા કરશે, એનું ચોથું મહાવ્રત મલિન બનવાનું... એનું મન ચંચળચપળ બનવાનું... એની ઈન્દ્રિયો ભટકતી બનવાની... મૂળ વાત પર આવીએ. વૃત્તિમાં આ અંગે ચતુર્થંગી બતાવી છે. (૧) દ્રવ્યથી મૈથુન છે, ભાવથી નથી. (૨) દ્રવ્યથી મૈથુન નથી, ભાવથી છે. (૩) દ્રવ્યથી મૈથુન છે, ભાવથી છે. (૪) દ્રવ્યથી મૈથુન નથી, ભાવથી નથી. પ્રશ્ન : તમે તો કહ્યું કે મૈથુન રાગ વિના, વિકાર વિના સંભવિત જ નથી. તો પછી પહેલો ભાંગો શી રીતે સંભવે ? ત્યાં દ્રવ્યથી મૈથુન હોય, તો એમાં વિકાર ભાવ હોવાનો જ ને ? એના વિના આ સંભવે જ કેમ ? ઉત્તર : મૈથુનમાં વિકાર હોય જ. એ વાત મુખ્યત્વે પુરુષની અપેક્ષાએ છે. સ્ત્રી માટે એ એકાંત નથી. કોઈ પુરુષ મૃતકસ્ત્રી સાથે પાપ કરે, તો એમાં પુરુષને રાગ છે. સ્ત્રીને નથી. રાજા ભોજે નદીના વહેણમાં પસાર થતા સ્ત્રીભૃતક પર મોહાઈને આવું પાપ કરેલું હતું. પ્રશ્ન : આ તો પાપ સ્ત્રીનો આત્મા જ ન હોવાથી આવું બન્યું છે. એ કંઈ એ સ્ત્રીના આત્મા માટે મૈથુન જ નથી. કેમકે એ તો હાજર જ નથી. અને પુરુષને તો દ્રવ્યથી અને ભાવથી બંને રીતે મૈથુન છે. એટલે કોઈક આત્માને દ્રવ્યથી મૈથુન છે, ભાવથી નથી. એવું ન બન્યું. ઉત્તર : વૃત્તિકાર શ્રી જણાવે છે કે કોઈ સતી સ્ત્રી હોય, દુષ્ટ પુરુષ એના પર બળજબરી કરે તો એને એ વખતે બિલકુલ વિકાર નથી... એટલે આવી સ્ત્રી માટે દ્રવ્યથી મૈથુન છે. ભાવથી નથી. પ્રશ્ન : આવું બની શકે ? સ્ત્રીને વિકાર જાગે જ નહિ, એવું ? ઉત્તર : આવું પ્રાયઃ ન બને. કેમકે મૈથુનનો સ્વભાવ જ એવો છે કે સ્ત્રીને કે પુરુષને એમાં રાગ જાગ્યા વિના ન રહે. સ્ત્રીની ઈચ્છા ન હોય તો પણ બળજબરી વખતે તો આંશિક પણ રાગ જાગી જાય. ભલે, પછી ઘોર પશ્ચાત્તાપાદિ હોય. છતાં સતી, મહાસતી જેવી પવિત્ર સ્ત્રીઓને આ દશામાં પણ લેશ પણ રાગ ન જાગે એ સંભવિત છે. બીજો ભાંગો એ છે કે જેને મૈથુનના વિચારો હોય, પણ બાહ્ય પાપ ન હોય... દા.ત. સ્વપ્નમાં મૈથુનસેવન દેખાય, તો એ વખતે એના બધા વિચારો ચાલે, પણ દ્રવ્યથી * ૨૩૯ ***** Page #241 -------------------------------------------------------------------------- ________________ જો - -- - - મહાવતો કે જે જ લા - ---- તો કોઈપણ પાપક્રિયા છે જ નહિ. એમ જાગ્રત દશામાં પણ એવા મલિનવિચારવાળા બનેલા છતાં પાપ નહિ કરી શકનારાને આ ભાંગો લાગે. પ્રશ્ન : આમાં છઠ્ઠ ગુણસ્થાન ટકે ખરું ? ઉત્તર : એ તો અધ્યવસાય ઉપર આધારિત છે. જો વિકારો અનંતાનુબંધી વગેરે હોય, તો ગુણસ્થાનક જાય, ભલે ને પછી એ ઉંઘતો હોય કે જાગતો હોય... ઉંઘમાં પણ તેવા સ્વપ્ન વખતે અધ્યવસાય તો મલિન બને જ છે. પ્રશ્ન : તો પછી આનું પ્રાયશ્ચિત્ત તો ઓછું આપવામાં આવે છે. માત્ર ચાર લોગસ્સનો કાઉસગ્ગ ! જો સાધુતા જ જતી રહેતી હોય, તો પ્રાયશ્ચિત્ત વધુ આપવું જોઈએ ને ? ઉત્તર : જુઓ. અંદરના અધ્યવસાય અને એની તીવ્રતા વગેરે તો કેવલજ્ઞાની વગેરે વિશિષ્ટ જ્ઞાનીઓ જ જાણી શકે. એ સિવાયના ગીતાર્થો તીવ્રતાદિનું જ્ઞાન કેવી રીતે કરે ? એટલે તેઓને તો એ ખબર જ ન પડે કે આ અધ્યવસાય અનંતાનુબંધી વગેરે છે, કે સંજવલન છે. એટલે જ આવા ગીતાર્થો માત્ર અધ્યવસાયને આધારે પ્રાયશ્ચિત્ત ન આપે, આપે તો ય ઓછું આપે. તેઓ તો બાહ્યક્રિયા એવી ખરાબ થાય તો એના આધારે મોટા પ્રાયશ્ચિત્ત આપે. એટલે પ્રાયશ્ચિત્તાદિ આપવાની પદ્ધતિ મુખ્યત્વે વ્યવહારને આશ્રયીને છે. એમાં અધ્યવસાયની પણ નોંધ ચોક્કસ લેવાય; પણ મુખ્યતા તો બાહ્યપાપની, વ્યવહારની જ રહે. માટે જ તો સ્વપ્નમાં મૈથુનસેવન જેવું મોટું પાપ થાય તો પણ પ્રાયશ્ચિત્ત ચાર લોગસ્સ ! જાગ્રતદશામાં સ્ત્રી સામે વિકારથી જોવાનું પાપ થાય તો પ્રાયશ્ચિત્ત મોટું ! કેમકે એમાં બાહ્ય મલિન ક્રિયા છે. જ્યારે સ્વપ્નદશામાં બાહ્ય મલિન ક્રિયા નથી.. “આખા પાકિસ્તાનને બોંબથી ઉડાવી દેવું જોઈએ” એવા વિચાર કરનારને પ્રાયશ્ચિત્ત નાનું ! જ્યારે કીડી કે મચ્છર પર ગુસ્સો આવવાથી થાપટ લગાવી એને મારી નાંખનારને પ્રાયશ્ચિત્ત મોટું ! એમ દરેક બાબતમાં સમજવું. હા જે વિશિષ્ટ જ્ઞાનીઓ છે, તેઓ તો જીવના અધ્યવસાયને આધારે પ્રાયશ્ચિત્ત આપે. સાવ નાના પાયામાં પણ જો અધ્યવસાય તીવ્રતમ થયા હોય તો મૂળ પ્રાયશ્ચિત્ત પણ આપે. અને ઘણા મોટા પાપમાં પણ જો અધ્યવસાય મંદ હોય, તો નાનું પ્રાયશ્ચિત્ત આપે. પણ એ તો વિશિષ્ટજ્ઞાનીઓ માટેની વાત છે. નવપૂર્વથી ઓછા જ્ઞાનવાળા કોઈપણ ગીતાર્થો (અવધિ વગેરે જ્ઞાન વિનાના) તો વ્યવહારની પ્રધાનતાએ પ્રાયશ્ચિત્ત આપે. લાલ લાલ-લાલ-લાલ - - - - ૨૪૦ જલાલ જાજ-જલના નાત-જલ - - Page #242 -------------------------------------------------------------------------- ________________ સર્વથા મૈથુત વિરમણ મહાવ્રત જેઓ દ્રવ્યથી અને ભાવથી બંને પ્રકારે મૈથુન સેવે છે, તેઓ ત્રીજા ભાંગામાં છે. જેઓ એકેય પ્રકારે મૈથુન ન સેવે, એ ચોથા ભાંગામાં ગણાય. પ્રશ્ન : વૃત્તિમાં તો કહ્યું છે કે ચોથો ભાંગો શૂન્ય છે... ઉત્તર ઃ ‘શૂન્ય છે’ એનો અર્થ એ કે એ ભાંગામાં મૈથુનસેવન થયું છે' એવો વ્યવહાર જ થતો નથી, જ્યાં મૈથુનનો વ્યવહાર જ ન થાય, ત્યાં મૈથુનનો ચોથો ભાંગો એમ શબ્દ જ ન બોલાય ને ? બાકી એવી અવસ્થાવાળા તો સિદ્ધો-કેવલીઓ-મહાત્માઓ મળી જ શકે છે. આ રીતે ચાર ભાંગાની પણ વિચારણા આપણે કરી. સાધ્વીજીઓ આ મહાવ્રતનું પાલન બરાબર કરી શકે, એમને મુશ્કેલી ન પડે, એ માટે એમના આચારો ઘણી બધી જગ્યાએ સાધુઓ કરતા વિશેષ પ્રકારના દર્શાવ્યા છે. જુઓ. (ક) સાધુઓ એક સ્થાને એક માસ રહી શકે. પણ સાધ્વીજીઓ એક જ સ્થાને બે માસ રહે... એમ શાસ્ત્રની આજ્ઞા છે. કારણ કે એક સ્થાનેથી બીજા સ્થાને જવામાં વિહારમાં સાધ્વીજીઓને બ્રહ્મચર્ય સંબંધમાં ઘણી આફતો આવવાની સંભાવના છે. દુષ્ટ પુરુષોનો ભોગ બની જવાની શક્યતાઓ છે. વળી સાધ્વીજીઓ જે સ્થાનમાં બ્રહ્મચર્ય સહેલાઈથી પાળી શકે, તેવા સુરક્ષાવાળા ઉપાશ્રયો-સ્થાનો પણ ઓછા છે. એટલે વિહારની અને સ્થાનની મુશ્કેલીઓને નજર સામે રાખીને સાધ્વીઓને યોગ્ય સ્થાનોમાં બે-બે માસ રહેવાની છૂટ આપી. જેથી વિહારો અડધા થઈ જાય અને સ્થાનો પણ અડધા જ ગોતવા પડે. (ખ) સાધુઓએ બે-બેની સંખ્યામાં ગોચરી જવાનું. જ્યારે સાધ્વીજીઓએ ૩-૩ ની સંખ્યામાં ગોચરી જવાનું. એમાં બે પ્રૌઢ સાધ્વીઓ, ૧ યુવાન સાધ્વીજી... એ રીતે જવું. ત્યાં પણ આ જ કારણ મુખ્ય છે કે બ્રહ્મચર્યની રક્ષા ત્રણ જણ સાથે હોવાથી ઘણી રીતે થઈ શકે. (ગ) સાધુઓ ગૃહસ્થો પાસેથી વસ્ત્ર - પાત્ર વહોરી શકે, વસતિ યાચી શકે. જ્યારે સાધ્વીજીઓને એ રજા નથી અપાઈ. એમના માટેના વસ્ત્ર-પાત્ર-વસતિ આચાર્ય કે સાધ્વીગણનાયક જ મેળવે અને એ જ સાધ્વીજીઓને આપે. ત્યાં પણ મહત્ત્વનું કારણ આ જ કે જો સાધ્વીજીઓ સીધા જ ગૃહસ્થો પાસેથી વસ્ત્રાદિ યાચે, તો દુષ્ટ ગૃહસ્થો સારું સારું આપી લલચાવે, પછી એનો ગેરલાભ પણ ઉઠાવે. (અલબત્ત આ પ્રાચીનમાર્ગ છે, હાલ તો સાધ્વીજીઓ પણ ગીતાર્થની આજ્ઞા પ્રમાણે વહોરે છે.) (ઘ) સાધુઓએ બહાર ઠલ્લે જવાનું છે, તે અનાપાત-અસંલોક સ્થાનમાં જવાનું છે, ******* **** Page #243 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો જ્યાં કોઈ આવતું ન હોય, જ્યાં કોઈ જોતું ન હોય... એવા સ્થાને જવું. પણ સાધ્વીજીઓને આવા એકાંતસ્થાનમાં જવાની સ્પષ્ટ ના છે. એમણે આપાત-અસંલોકમાં જ જવાનું છે. કોઈ જૂએ નહિ, છતાં નજીકમાં માણસો હોય... એવા સ્થાને જવાનું છે. કારણ આ જ કે સાવ નિર્જન સ્થાનમાં સાધ્વીજી જાય, તો દુષ્ટ પુરુષો ક્યારેક એનો ગેરલાભ ઉઠાવે. તે સ્થળે ગમે એટલી બૂમો પાડે તો પણ કોઈ બચાવવા જ ન આવે. જ્યારે આપાત-અસંલોકમાં તો સાધ્વીજીને બચાવવા માટે બધા આવી શકે. કેમ કે બધાને બૂમો સંભળાય. (ચ) સાધુઓ ખુલ્લા શરીરે આતાપના લઈ શકે, સાધ્વીજીઓ એ રીતે આતાપના ન લઈ શકે. કેમ કે એમ કરવામાં બ્રહ્મચર્ય માટેના નુકસાનો થાય. (છ) સાધુઓને ૧૪ વસ્ત્રો છે, સાધ્વીજીઓને ૨૫ વસ્ત્રો છે. એમાં ઘણા ખરા વસ્ત્રો બ્રહ્મચર્યની વધુ ને વધુ સુરક્ષા માટે જ દર્શાવવામાં આવ્યા છે. (જ) સાધુઓને વ્યાખ્યાનાદિ કરવાની સંમતિ છે. સાધ્વીજીઓને ઉત્સર્ગમાર્ગે ભાઈઓની સામે વ્યાખ્યાન કરવાની સંમતિ નથી. એના કારણોમાં મહત્ત્વનું કારણ બ્રહ્મચર્યસુરક્ષા છે. (ઝ) સાધુઓના ઉપાશ્રયો બારી-બારણા વિનાના ખુલ્લા હોઈ શકે, પણ સાધ્વીજીઓના ઉપાશ્રયો તો ચારે બાજુ દિવાલવાળા અને બારી-બારણાવાળા જ હોવા જોઈએ. જેથી કોઈ ગમે ત્યારે, ગમે તે રીતે અંદર ન પ્રવેશી શકે. આ વ્યવસ્થાનું પણ મુખ્ય કારણ બ્રહ્મચર્યસુરક્ષા જ છે ને ? આવી બીજી પણ બાબતો વિચારી શકાય. બંનેનું લક્ષ્ય એક જ છે, મોક્ષ ! બંનેના મહાવ્રતો સરખા જ છે, પાંચ ! છતાં બંનેના ચતુર્થવ્રતરક્ષા માટેના આચારોમાં ઘણો તફાવત છે. બાકીના ચાર મહાવ્રતોના આચારોમાં લગભગ સમાનતા છે, માત્ર ચોથાવ્રત માટેના આચારોમાં સાધ્વીજીઓ માટે ઘણી વિશેષતા દર્શાવી છે, એ દર્શાવે છે કે સાધ્વીજીઓ માટે આ મહાવ્રતનું પાલન કરું પણ છે અને અત્યંત આવશ્યક પણ છે. જો કપરું ન હોત તો આટલા બધા ફેરફાર દેખાડવા ન પડત. જો આવશ્યક ન હોત તો પણ આટલા બધા ફેરફાર દેખાડવા ન પડત. પણ આ ફેરફારો દેખાડ્યા છે, એ સાબિત કરે છે કે એ મહાવ્રત ખૂબ કપરું છે અને અત્યંત આવશ્યક છે જ. મુશ્કેલી એ છે કે જેમ બીડી-સિગારેટ-દારૂના વ્યસનવાળાને કોઈ પૂછે કે ‘તારે જીવવું છે કે મરવું છે ? સાજા રહેવું છે કે માંદા પડવું છે ?' તો એનો જવાબ એ જ *૨૪૨ Page #244 -------------------------------------------------------------------------- ________________ સર્વથા મૈથુત વિરમણ મહાવ્રત હોવાનો કે ‘મારે જીવવું છે, સાજા રહેવું છે. મરવું નથી કે માંદા પડવું નથી.' આમ એની ભાવના ખરેખર સારી - સાચી છે. એમાં કોઈ કપટ નથી. છતાં આશ્ચર્ય એ છે કે મોત અને માંદગી લાવનાર વ્યસનોને એ સેવે છે, એને છોડી શકતો નથી. કારણ ? કારણ એ જ કે એને એનું વ્યસન લાગ્યું છે. એની તલપ જાગી છે... એટલે જ મોત-માંદગી અનિષ્ટ હોવા છતાં મોત-માંદગી લાવનાર વ્યસનો તો એ સેવવાનો જ... આ ભૂમિકા અહીં પણ શક્ય છે. કોઈપણ સંયમીને પૂછો કે “તારે ચોથું મહાવ્રત પાળવું છે ? સ્થૂલભદ્ર જેવા નિર્વિકારી બનવું છે ?” તો ખરો સંયમી બોલવાનો જ કે “હા ! મારે નિર્વિકારી જ બનવું છે. મારે મહાબ્રહ્મચારી બનવું છે. આ પશુક્રિયાઓમાં મારે મારું જીવન બરબાદ કરવું નથી જ...' આમ એની ભાવના ખરેખર સારી - સાચી છે. એમાં કોઈ કપટ નથી. છતાં આશ્ચર્ય એ છે કે વિકારો અને પશુક્રિયાઓને ખેંચી લાવનાર એવા નિમિત્તોને તો એ સેવી બેસે છે. વિજાતીય તરફ ષ્ટિ કરી બેસે છે, સજાતીયના સ્પર્શમાં ખેંચાઈ જાય છે. પ્રણીત ભોજનની જાળમાં ફસાઈ જાય છે... કારણ ? કારણ છે કુસંસ્કારો ! કુકર્મો ! કુનિમિત્તો ! એટલે જ બ્રહ્મચર્યપાલનની સાચી ભાવના હોવા છતાં બ્રહ્મચર્યભંગ કરાવનાર વ્યસનોને એ સેવી બેસે છે. પણ જેમ આપણે એ વ્યસનીને શાંતિથી સમજાવીએ કે “જો તું વ્યસન ચાલુ રાખશે, તો મોત--માંદગી આવવાના જ. તું બચી નહિ શકે, તને કોઈ બચાવી નહિ શકે. અને, જો ! તારી નજર સામે જ તને હજારો વ્યસનીઓ મરતા-રીબાતા દેખાય જ છે. તું મક્કમ બન, અને વ્યસનોને દૂર હટાવી દે...” એમ આપણે આપણી જાતને કેમ ન સમજાવી શકીએ ? કે “આત્મન્ ! જો તું નવવાડોનું પાલન બરાબર નહિ કરે, સજાતીય સ્પર્શ-વિજાતીયદર્શન-પ્રણીતભોજનાદિને નહિ ત્યાગે, એમાં પ્રમાદી બનીશ તો વિકારો-અબ્રહ્મદોષો ઉત્પન્ન થવાના જ. તુ નિર્વિકારી નહિ બની શકે. કોઈ તને નિર્વિકારી નહિ બનાવી શકે. શું આ તને મંજૂર છે ? તો આત્મન્ ! મક્કમ બન, અને આ વાડોનું પાલન બરાબર કરતો થઈ જા.’ આપણી સમજાવટથી જો પેલો વ્યસની સુધરે તો એની જીંદગી સુધરે, એમ આપણી સમજાવટથી આ આતમ સુધરે તો એની જીંદગી પણ સુધરી જ જાય. અતિકપરું એવું પણ બ્રહ્મચર્ય સાવ સરળ છે, જો નવવાડોનું વ્યવસ્થિત પાલન કરાય પ્રશ્ન : જેમ બાકીના મહાવ્રતોમાં પ્રમત્તયોનાત્ પ્રાળવ્યપરોપાં હિંસા, प्रमत्तयोगादसदभिधानमनृतं.... એમ પ્રમત્તયોગાત્ શબ્દ જોડાયેલો છે, એમ અહીં પણ પ્રમત્તયોાત્ મૈથુન અબ્રહ્મ એમ સમજવાનું છે ? કે નહિ ? * ૨૪૩**** XX Page #245 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો ઉત્તર : ના અહીં મૈથુનું અવ્રત્ત આ જ વ્યાખ્યા લેવી. પ્રમત્તયોાત્ શબ્દ અહીં લગાડવાનો નથી. પ્રશ્ન ઃ આવું કેમ ? બીજા મહાવ્રતોમાં એ શબ્દ જોડ્યો અને આમાં કેમ નહિ ? ઉત્તર : પ્રાણાતિપાત એ પ્રમાદયોગથી પણ થાય અને અપવાદમાર્ગ વખતે પ્રમાદ વિના પણ થાય. મૃષાવાદ એ પ્રમાદયોગથી પણ થાય અને અપવાદમાર્ગ વખતે પ્રમાદ વિના પણ થાય. અદત્તાદાન એ પ્રમાદયોગથી પણ થાય અને અપવાદમાર્ગ વખતે પ્રમાદ વિના પણ થાય. પરિગ્રહ એ પ્રમાદયોગથી પણ થાય અને અપવાદમાર્ગ વખતે પ્રમાદ વિના પણ થાય. પણ મૈથુન તો પ્રમાદયોગથી જ થાય છે. પ્રમાદયોગ વિના નહિ. એટલે એના બે વિકલ્પો જ ન હોવાથી પ્રમત્તયોત્ શબ્દ લગાડવાની જરુર નથી. પ્રશ્ન ઃ સ્ત્રીને તો પ્રમાદયોગ વિના પણ મૈથુન સંભવિત છે ને ? તમે જ આગળ કહી ગયા છો ઉત્તર : હા ! પણ (૧) એ ક્યારેક જ બને, પ્રમાદયોગ પ્રાયઃ તો એમાં આવી જ જાય. (૨) જેમ હિંસા વગેરે દોષો પ્રમાદયોગ વિના જ કરવામાં આવે છે. કોઈ બળજબરીથી કરાવતું નથી. એવું મૈથુનમાં નથી. સ્ત્રી’પ્રમાદયોગ વિના જ સામેથી મૈથુન સેવે, એ બને જ નહિ. એ તો બળજબરીથી જ કરાવાય, ત્યારે એ શક્ય બને કે પ્રમાદ ન હોય, છતાં મૈથુન હોય. ટુંકમાં સ્ત્રી પણ જેમ અપવાદમાર્ગે પ્રમાદ વિના હિંસાદિ સેવે, કોઈની બળજબરી વિના સેવે એ બને. પણ સ્ત્રી અપવાદમાર્ગે પ્રમાદાદિ વિના મૈથુન સેવે, કોઈની બળજબરી વિના સેવે એવું બનવાનું જ નથી. એમાં એને પ્રમાદ હોવાનો જ... એટલે આ પદાર્થમાં કોઈ વાંધો જણાતો નથી. ૨૪૪ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૬. સર્વથા પરિગ્રહ વિરમણ મહાવ્રત સૌ પ્રથમ આનું સૂત્ર જોઈએ. अहावरे पंचमे भंते ! महव्वए सव्वाओ परिग्गहाओ वेरमणं सव्वं भंते ! परिग्गहं पच्चक्खामि से अप्पं वा बहुं वा अणुं वा थुलं वा चित्तमंतं वा अचित्तमंतं वा नेव सयं परिग्गहं परिगिण्हिज्जा नेवन्नेहिं परिग्गहं परिगिण्हाविज्जा परिग्गहं परिगिण्हते वि अन्ने न समजाणिज्जा जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समणजाणामि तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । આનો સામાન્યથી અર્થ જોઈએ. “હે ભગવાન ! પાંચમા મહાવ્રતમાં તમામ પરિગ્રહથી વિરમણ છે. ભગવન્! હું બધા પરિગ્રહની પ્રતિજ્ઞા કરું છું. અલ્પ કે વધુ, નાનો કે મોટો, સચિત કે અચિત્ત હું સ્વયં પરિંગ્રહ કરીશ નહિ, બીજાઓ વડે પરિગ્રહ કરાવીશ નહિ. પરિગ્રહ કરનારા અન્યને અનુમતિ આપીશ નહિ. આખી જીંદગી માટે હું આ પ્રતિજ્ઞા લઉં છું. ત્રિવિધ-ત્રિવિધે મન-વચન-કાયાથી પરિગ્રહ કરીશ નહિ, કરાવીશ નહિ, કરનારા એવા પણ અન્યને અનુમતિ આપીશ નહિ. હે ભગવન્! ભૂતકાળમાં કરેલા પરિગ્રહનું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું, ગહ કરું છું. Page #247 -------------------------------------------------------------------------- ________________ * * * * * * જ. મહાવતો કે જ જ જ પરિગ્રહ કરનારા મારા આત્માને હું ત્યાગી દઉં છું. હવે આનો વિસ્તારથી અર્થ વિચારીએ. તત્ત્વાર્થસૂત્રકાર પરિગ્રહની વ્યાખ્યા આપી છે. મચ્છી પરિપ્રદ: વસ્તુ ઉપરનો રાગ, મમત્વ એ મૂછ છે, એ જ પરિગ્રહ છે. દશવૈકાલિકસૂત્રમાં આ જ વ્યાખ્યા દર્શાવી છે કે “મુછી પરિઝાદો વત્તો !' આશય એ કે કોઈપણ વસ્તુ રાખવી એ પરિગ્રહ ! પણ એ દ્રવ્યથી પરિગ્રહ ! જ્યારે એ વસ્તુ પર મમત્વ બંધાઈ જવું ! આ મારું ... આ મારું ... એવી વિચારધારા ચાલવી એ ભાવપરિગ્રહ ! આપણા જીવનમાં આ પાંચમાં મહાવ્રતમાં ક્યા કયા દોષો સંભવિત છે, કે જેનાથી આ મહાવ્રતનો ભંગ થાય છે... એ હવે આપણે વિચારીએ. (ક) શરીરનો - ચામડીનો રંગ સફેદ હોય, મોટું રૂપાળું હોય... આ બધાના કારણે પોતાના જ શરીર ઉપર રાગ થાય. “બીજા કાળા છે. હું ધોળો છું. દેખાવડો છું...” આ બધા પરિગ્રહ ! જેને આવી મૂછ હોય, એને પોતાના શરીર ઉપર મેલ બાઝે, એ ન ગમે. મેલ કાઢી નાંખવાનું મન થાય. એને તડકામાં ચામડી કાળી પડવા લાગે, એ ન ગમે. એને માથાના વાળ સફેદ થઈ જાય, એ ન ગમે. એને માથા પરના વાળ લઘરવઘર હોય, જેમ તેમ વિખરાયેલા હોય એ ન ગમે. “હું બીજાને ગમું, બીજાને અળખામણો ન બનું...” એવો ભાવ ઉડે ઉડે એના મનમાં રમ્યા કરતો હોય. આયના વગેરેમાં મુખ જોવાની પ્રવૃત્તિ થતી હોય. આ બધું પાંચમાં મહાવ્રતના ભંગ સ્વરૂપ છે. (ખ) બેતાલીસ દોષ વિનાની ગોચરી ! પણ સ્વાદિષ્ટ, ગરમ, મનને ભાવે એવી! પછી ભલે ને એ આંબિલના ઢોકળા જ કેમ ન હોય ? પણ એ જોઈને ખાવા માટે મન લલચાય, વધુ વહોરવાનું, વધુ મંગાવવાનું, વધુ વાપરવાનું મન થાય. એ વસ્તુ બીજાને અપાઈ જાય તો ખેદ થાય. એ વસ્તુ પોતાને જ મળે એ માટેની માયા કરવાનું મન થાય... ખાવાની કે પીવાની કોઈપણ વસ્તુ માટેની આવા પ્રકારની મનોવૃત્તિ એ પરિગ્રહ મહાવ્રતનો ભંગ છે. (ગ) બેંડના અવાજમાં, આજુ બાજુ વાગતા મધુર સંગીતમાં, પૂજન-ભાવના વગેરેમાં પણ મીઠા અવાજે ગાનાર ગાયકના એ મધુર સ્વરમાં લીન બનવું, ડોલી ઉઠવું... એ સાંભળવામાં કોઈ વિક્ષેપ આવે તો ન ગમવો, વચ્ચે કોઈ બોલાવે કે અવાજ કરે કે લાઈટ જવાથી સંગીત બંધ થાય એ વાતનું દુઃખ થવું... (ઘ) માતા-પિતા-ભાઈ-બહેન-મિત્રો-સ્વજનો પ્રત્યેનો સ્નેહભાવ ! તેઓ મળવા આવે ૨૯-૯----------૯-૯-૧૯૦૯- ૨૯ ૯ ૨૯ (૨૪૬ ---------૦૯-૯-૯ Page #248 -------------------------------------------------------------------------- ________________ જાલ-લાલ - લાલન સર્વથા પરિગ્રહ વિરમણ મહાવત કેરલ - - - - - - - તો આનંદ થવો, તેઓ મળીને જાય ત્યારે ખેદ થવો, એમની સાથે વાતો કરવી ગમવી, એમને વારંવાર પત્રો લખવાની ઈચ્છા થવી, એમને ધંધામાં નુકસાન જાય કે એમને ઘરમાં કંકાસ થાય તો આપણને દુઃખ થવું, એમના માંદગી-મૃત્યુ વગેરેમાં આપણને રડવું આવી જવું, એ બધા મળવા આવે ત્યારે એમને અહીં જમવામાં-રહેવામાં કશી મુશ્કેલી ન પડવી જોઈએ... એ વિચારથી વધુ કાળજી કરવી... આ બધા મમત્વભાવના પ્રકારો છે. (ચ) પોતાના સફેદ, ચોખ્ખા વસ્ત્રો જોઈ જોઈને હર્ષ થવો, એ બગડી ન જાય એ માટેના પ્રયત્નો કરવા. એ માટે જ સહવર્તી સાધુ એ વસ્ત્રો માંગે તો પણ ન આપવા, આપવા જ પડે તો ખેદ થવો, જરાક મેલા થાય એટલે દુઃખ થયું. તરત ચોખ્ખા કરી નાંખવા માટે કાપ કાઢી લેવો. એમાં બિલકુલ સળ ન પડે એ રીતે ઘડી વાળવી, સારા વસ્ત્રો મુહપત્તી વગેરે મળે તો વપરાશના વસ્ત્રો હોવા છતાં વધારે લઈ લેવા, એનું પોટલું કે પોટલી બનાવી દેવી એને બરાબર સાચવી રાખવી, “ભવિષ્યમાં ઉપયોગમાં આવશે એવા ભાવથી સંઘરવી... | (છ) જે શ્રાવક-શ્રાવિકાઓ પોતાનાથી પામેલા હોય, પોતાને ગુરુ કે ઉપકારી માનતા હોય તે શ્રાવક-શ્રાવિકાઓ પ્રત્યે મમત્વભાવ રહેવો. “એ મારા જ ભક્ત રહેવા જોઈએ.” એવો ભાવ રહેવો. એટલે જ એ શ્રાવક-શ્રાવિકાઓ જો બીજા કોઈ સાધુ-સાધ્વીની મુક્તકંઠે પ્રશંસા કરે, તો એ ન ગમવી, “આ મારા મટી જશે” એવો ભય પેદા થવો, માટે જ એ બીજા સાધુ-સાધ્વીના દોષો કાઢી, એમને નિંદીને ભક્ત શ્રાવક-શ્રાવિકાનો પોતાની સાથેનો લગાવ ચાલુ જ રહે એ માટે દર મહિને-પંદર દિવસે પત્ર લખવો, એમને મળવા બોલાવવા, એમની સામે સીધી કે આડકતરી રીતે પોતાના તપ, સંયમ, સ્વાધ્યાય, વૈયાવચ્ચ વગેરે ગુણોની રજુઆત કરી એમને પોતાના તરફ આકર્ષી રાખવાનો પ્રયત્ન કરવો એમની સામે બીજા સાધુ સાધ્વીઓના ગુણોની જાણી જોઈને પ્રશંસા ટાળવી, તેઓ જ્યાં રહેતા હોય ત્યાં જે સાધુ-સાધ્વી વિદ્યમાન હોય, તેઓ સારા-સંયમી હોવા છતાં ભયથી પ્રેરાઈને એમની પાસે વ્યાખ્યાનાદિ માટે જવાની આ શ્રાવક-શ્રાવિકાઓને પ્રેરણા ન કરવી, “તમારે કે તમારા દીકરા-દીકરીઓએ મારી પાસે જ દીક્ષા લેવાની...” એ રીતની બાધાથી એમને બાંધી દેવા, એ ભૂલથી પણ કોઈક બીજા તરફ આકર્ષાય તો એમને ઠપકો આપવો, કટુવચનો કહેવા... આ બધું જ અપરિગ્રહ મહાવ્રતના ભંગરૂપ બની રહે છે. . (જ) પોતે લખેલુ પુસ્તક ખુબ સારું છપાયું હોય, ટાઈટલના ચિત્રો સારા હોય... એ વારંવાર જોવા. પોતાનું જ લખાણ કેટલું સરસ લખાયું છે !” એ વિચારથી ફરી ફરી વાંચવું. બીજાઓને એ જ પુસ્તક વાંચવાની પ્રેરણા કરવી. એના વખાણ કરવા. જેમણે એ પુસ્તક વાંચ્યું હોય એમને પુછવું કે “એ પુસ્તક કેવું લાગ્યું? કંઈ ભૂલ હોય તો કહેજો.” પણ એ પુછવા પાછળ એ પુસ્તકની પ્રશંસા સાંભળવાની ઈચ્છા હોવી, એટલે જ જો સામેની વ્યક્તિ ખરેખર - - - - - - - - - ૨૪ જા જા જા જા જા જ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ૯૯ ૯ ૨૦ ૨ ૨૯ ૯ ૨૯ - ૧૯ મહાવ્રતો જ ૯-૧૯૯૯૯૯૯ પ્રશંસા કરે કે “તમે મસ્ત પુસ્તક લખ્યું છે” તો રાજી થવું, પણ જો એ ભૂલો કાઢે, ક્ષતિઓ દર્શાવી અણગમો સૂચવે તો આઘાત લાગી જવો, એ વ્યક્તિ ઉપર જ અણગમો થઈ જવો... “એ છે જ દોષદષ્ટા ! કોઈના ગુણો જોતા એને આવડતું જ નથી” એમ એ વ્યક્તિના દોષો કાઢતા થઈ જવું, પોતાની પાસે આવેલાઓ જો બીજાઓના પુસ્તકાદિની પ્રશંસા કરે, તો અંદરખાને એ સાંભળવું ન ગમે, એ સાંભળવામાં રસ ન પડે, “તમે આ મોટું પુસ્તક વાંચો, તમે બધા પુસ્તકો ભૂલી જશો. દેવ-ગુરુ કૃપાથી અવ્વલ નંબરનું પુસ્તક લખાયું છે...” એમ પોતાના પુસ્તકની જાહેરાત પોતાના જ મોઢે કરવાની હાસ્યાસ્પદ પ્રવૃત્તિ કરવી... આ બધું જ પોતાના પુસ્તક, પોતાના લખાણ, પોતાના ચિંતન પ્રત્યેનું મમત્વ એ પણ અપરિગ્રહ મહાવ્રતનો ભંગ છે. (ઝ) પોતાની અધ્યાપનશક્તિ, વ્યાખ્યાનશક્તિ ઉપર મમત્વ થવું. “મારા જેવું કોઈ ન ભણાવે. હું જે રીતે પંક્તિઓ ખોલું, એમાંથી રહસ્યો કાટું, ભણાવવામાં તલ્લીન બનું છું... એવું તો કોઈ નહિ ભણાવતું હોય.” “મારું વ્યાખ્યાન પણ એવું જ ! કોઈ આડી-અવળી વાત નહિ. આત્માની-તત્ત્વની-શાસ્ત્રની જ વાતો ! લોકો સ્તબ્ધ થઈ જાય છે. દૂર દૂરથી મારા વ્યાખ્યાન સાંભળવા માટે લોકો દોડી આવે છે. ઉપાશ્રયોના હોલ નાના પડે છે. સેંકડો હજારો લોકોને મેં ધર્મમાર્ગે વાળ્યા છે.” આ મમત્વભાવ હોય એટલે જ જો કોઈ નવો અધ્યાપક સાધુ વધુ જોરદાર ભણાવતો હોય, બધા એની પાસે ભણવા માટે જતા હોય, તો એ બધું ન ગમે, એ નવા અધ્યાપક પ્રત્યે ઈર્ષા જાગે. એના દોષો કાઢવાનું મન થાય. “એ નવો અધ્યાપક તો ચાલુ પાઠમાં આડીઅવળી વાતો ઘણી કરે છે. એ બધું બરાબર નહિ. પાઠ તો સીધે-સીધો ચાલવો જોઈએ. વળી એની પાસે અનુભવ ઓછો છે. જુઓ ને, એણે આજે અર્થ બેસાડ્યો... એ તદન ખોટો છે.” વગેરે વગેરે બોલવાનું થાય... એમ બીજા વ્યાખ્યાનકાર માટે પણ આવા જ ભાવો જાગે. એના વ્યાખ્યાનની સંખ્યા ઓછી થાય, લોકોને રસ ન પડે, બે-ત્રણ જણ આવીને એ વ્યાખ્યાનની ટીકા કરી જાય... એટલે પોતાને આનંદ આવે... પણ જો બીજા વ્યાખ્યાનકારની સભા ઉભરાવા લાગે, લોકો બે મોઢે પ્રશંસા કરવા લાગે, તો દુઃખી થઈ જાય. પોતાના અધ્યાપનની અને પોતાના વ્યાખ્યાનની પ્રશંસાના શબ્દો સાંભળવા કાન ઉત્સુક રહે, ભૂલથી પણ જો અધ્યાપન કે વ્યાખ્યાનના માટે કોઈ ટીકા કરે, ભૂલ કાઢે, સૂચન કરે તો મન બેચેન બની જાય... આ બધું જ અધ્યાપન-વ્યાખ્યાન ઉપરના મમત્વનું સૂચન છે. (ટ) ઉપાશ્રયમાં અમુક સ્થાન ઉપર મમત્વ બંધાઈ જાય. પવનવાળી જગ્યા હોય, પ્રકાશ આવતો હોય, મુખ્ય સ્થાન હોવાથી લોકો ત્યાં વંદનાદિ માટે તરત આવતા હોય... આ બધાના કારણે એ સ્થાન ઉપર જ બેસી રહેવું. બીજુ કોઈ ત્યાં બેસવા ઈચ્છે ૨૯-૯-૯૦-૯-૯-૦૯૨૯-૯-૪-૯-૨-૨૪૮ -૯-૯-૦૯-૯-૯-૯-૪-૯-૨-૯-૯-અલગ Page #250 -------------------------------------------------------------------------- ________________ -૯-૯-૪--૨૯-૯-૯-સર્વથા પરિગ્રહ વિરમણ મહાવત -------------- તો પણ એને બેસવા ન દેવો. ગ્લાનને, વડીલને, સ્વાધ્યાયીઓને એ સ્થાન અનુકૂળ હોય અને એમની ત્યાં બેસવાની ઈચ્છા પણ હોય તો પણ તેઓને એ સ્થાન સામેથી આપી ન દેવું. અનિચ્છાએ એ સ્થાન કોઈને આપવું પડે તો ખેદ થવો, દ્વેષ થવો, મનમાં આર્તધ્યાન થવું... આ બધું પણ સ્થાનની મૂછનું સૂચન કરનાર છે. () કોઈકને વળી માંડલીના અમુક અમુક કામમાં જ મમત્વ થઈ જાય. “હું ગોચરી જ લાવું. પાણી લાવવાનું મને ન ફાવે. કાજો-લુણાના કામ હું ન કરું...” એટલે જ જો પોતાને ગોચરી કામ સોંપાય, તો રાજી રાજી થવું. ઉત્સાહથી એ કામ કરવું, પણ જો પાણી-કાજો વગેરેનું કામ સોંપાય, તો તરત ના પાડી દેવી, એ કામ ન કરવું પડે એ માટે બહાના કાઢવા, છતાં જો કામ કરવું પડે તો વેઠ ઉતારવી, આર્તધ્યાન કરવું, વ્યવસ્થાપક માટે ખેદ થવો, એ કામથી છૂટવાના પ્રયત્નો કરવા... કોઈપણ રીતે ફરી ગોચરીનું કામ મળે... એ માટે પ્રયત્ન કરવા... આ પણ માંડલીના તે તે કાર્યો માટેના મમત્વના જ પ્રકારો છે. એમ કોઈને ગોચરી ન જ ગમે, પાણી લાવવું જ ગમે... તો એને માટે એ રીતે પદાર્થો વિચારી લેવા. (ડ) ચોમાસા પૂર્વે અનેક ગૃહસ્થો ઢગલાબંધ વસ્તુઓ વહોરાવવા માટે લાવે, એ વખતે સારી સારી, નવી, આકર્ષક વસ્તુઓ જોઈ મન લલચાઈ જાય, જેનો ઉપયોગ કરવાનો અવસર જ ન આવતો હોય, જેનો ઉપયોગ કેવીરીતે કરવો એ પણ શીખવું પડતું હોય... એ બધી વસ્તુ લેવાની ઈચ્છા જાગે. અને એ બધી વહોરી લેવાય... આમ બિનજરુરી પરિગ્રહ વધતો રહે. (ઢ) પોતાના શિષ્યો સારા લાગે, એમની ભૂલો પણ ગુણરૂપે દેખાય, અથવા તો એમની ભૂલોને નાની ગણવા મન પ્રેરાય, બીજાના શિષ્યોની ભૂલો દેખાય, એમની ભૂલો મોટી ગણવા મન પ્રેરાય. અવારનવાર પોતાના શિષ્યની પ્રશંસા કરવાનું મન થાય, કોઈ એ શિષ્યોની પ્રશંસા કરે તો મન ખૂબ જ આનંદ પામે, બધા એ રીતે પ્રશંસા કરે એવી ભાવના મનમાં પ્રગટે... એવી ઈચ્છા ચાલ્યા કરે... આ બધું પણ પરિગ્રહનું જ સ્વરૂપ છે. | (ત) પશમીનાની કામળી ઘણી સારી હોય એટલે જ એ જલ્દી જલ્દી વાપરવાનું મન ન થાય, રંગીન દોરા નાંખેલી મુહપત્તી કે અન્ય વસ્ત્રો હોય તો એ જોઈને મન પ્રસન્ન થાય, મોંઘી અને દેખાવમાં આકર્ષક બોલપેન પણ જોયા કરવાની પ્રવૃત્તિ થાય... માટે જ આ બધી વસ્તુઓ કોઈને જરૂર હોય તો પણ આપી ન શકે.. (થ) એકદમ લીસા, ઘણા મોટા અને ઓછી અવરજવરવાળા રસ્તાઓ પર વિહાર કરવાનો વખત આવે ત્યારે એ રસ્તાઓ ઉપર રાગ થાય. “સરકાર સારા કામો કરે છે.... આવા રસ્તા હોય તો વિહાર કરવાની પણ મજા આવે...” વગેરે વગેરે વિચારો આવે,... Page #251 -------------------------------------------------------------------------- ________________ - ------------------૯ મહાવતો --- -- ------------- “આવા રસ્તાઓ ઉપર મમત્વ છે” એની નિશાની એ કે જ્યારે ખરાબ રસ્તાઓ પર ચાલવાનું આવે ત્યારે ખેદ થાય. “પેલા રસ્તા ખૂબ સારા હતા.” એવો વિચાર તરત મનમાં પ્રવેશે. એમ પહેલા ખૂબ સારા રસ્તા પણ પાછળથી વરસાદાદિને કારણે તૂટી જાય અને ત્યાં વિહાર કરવાનો અવસર આવે ત્યારે પણ આવા વિચારો આવે કે “પહેલા તો આ રસ્તા ઘણા સારા હતા, આ હવે વરસાદાદિના કારણે બગડી ગયા...... આ બધાથી એ સાબિત થાય કે એ સારા-મજાના રસ્તાઓ ઉપર પણ મમત્વ હતું. (દ) કોઈકને વળી અમુક પાટ, અમુક ટેબલ, અમુક ખુરશી ખૂબ જ ફાવી જાય. પાટ પહોળી અને લાંબી હોય, સનમાઈકાદિવાળી હોય, ટેબલ પણ બધી રીતે સારું હોય, ખુરશી ખૂબ અનુકૂળ હોય... એટલે મનમાં એ ઘુંટાઈ જાય કે “મારે આ જ પાટ, ટેબલાદિ વાપરવા.” અને આ મમત્વને કારણે પોતાની પાટ બીજાને આપી ન શકે અદલાબદલી પણ કરી ન શકે, જો પોતાનું ટેબલ કોઈ લઈ લે તો સહન ન થાય. એ જ ટેબલ મેળવવાનો આગ્રહ મનમાં ઊભો થાય. કદાચ એ ટેબલ ઉપર નિશાની પણ કરી દે, જેથી એ “પોતાનું છે” એવું સ્પષ્ટ થાય, દઢ થાય. એ ટેબલાદિ ન દેખાય તો મનમાં ધ્રાસ્કો પડે કે “કોણ લઈ ગયું હશે ?” આ બધા પણ મમત્વના જ પ્રકારો છે. (ધ) તે તે ગ્રન્થો ભણતી વખતે ઘણી મહેનત કરીને નોટો તૈયાર કરી હોય, કાળી-ભૂરીલાલ બોલપેનોનો વપરાશ કરીને સુંદર મરોડવાળા અક્ષરો સાથે એમાં લખાણ કર્યું હોય, કોઈપણ જૂએ તો એને ગમી જાય એવા કલરવાળું, સુંદરતાવાળું, છૂટા-છૂટા અક્ષરોવાળું એ લખાણ હોય... આ નોટ સાચવી રાખવાનું મન થાય, એટલે જ એનો પરિગ્રહ કરવા માટે એના પોટલા બનાવવામાં આવે. એમાં પોતે તૈયાર કરેલી આવી દસ-વીસ-ત્રીસ નોટો સંઘરી રાખે. જયારે પણ મહિને, ચાર મહિને, વર્ષે એ પોટલા ખોલે, ત્યારે એ બધી નોટો પાછી જૂએ. એટલે જ એ નોટો કોઈ કામની ન હોય, એ નોટોનો જે વિષય હોય એના ઢગલાબંધ પુસ્તકો પણ છપાઈ ગયા હોય, છતાં એ નોટોને પરવી ન શકે. એ પોટલાનું વિસર્જન કરી ન શકે. કોઈક સમજાવે તો પણ એની વાત સ્વીકારી ન શકે. સામે દસ બહાના કાઢીને પણ એ નોટોને જીવતી રાખે. એમાં વળી જો પોટલાઓની હેરાફેરી કરવાદિ કાર્યોમાં ક્યાંક પોટલું ખોવાઈ જાય, તો આઘાતનો પાર ન રહે. પોટલું શોધવા માટે પુષ્કળ પ્રયત્ન કરે. મોઢામાંથી ખેદના શબ્દો ટપક્યા જ કરે કે “મારી નોટો ગઈ. એરેરે ! કેટલી બધી મહેનત કરેલી મેં ! હવે શું થશે ?...” આ બધું પણ પરિગ્રહદોષનું પાપ છે. (૫) કોઈકને વળી ઓઘાની દશીઓ ઉપર રાગ થાય. દશીઓ એકદમ નવી હોય, સફેદ-સફેદ હોય, વધુ પ્રમાણમાં હોવાથી ભરાવદાર હોય, સુંવાળી હોય, દુર્લભ હોય... -------------------------- ૨૫૦ -૯-૦૯-૦૯ - - - - - - - - - - - - Page #252 -------------------------------------------------------------------------- ________________ -----------સર્વથા પરિગ્રહ વિમણ મહાવ્રત કરે - ૯ એટલે એ દશી મેલી ન થાય એ માટે એ ઓઘાનો વપરાશ ઓછો કરે, “ઓઘાથી વારંવાર પૂંજીએ તો જ ઓઘો મેલો થાય ને?' એ વિચારથી પૂજવાનું બંધ કરે, ઓછું કરે, આસન પર બેઠા બેઠા એ દશીઓને રમાડે, એને જોઈને હર્ષ પામે “કેટલી સરસ છે” એવો ઉડે ઉડે ભાવ ચાલ્યા કરે. ભૂલથી જો એ દશી કાપાદિના મેલા પાણીમાં પડવાથી મેલી થાય, તો તરત મનમાં ઝટકો લાગે. “અરેરે ! મારો ઓઘો મેલો થઈ ગયો... ઓઘા પરનો રાગ “આ મોક્ષનું સાધન છે.” એ રીતે નહિ, પણ એ પુદ્ગલની મનોહરતાને કારણે હોય તો એ સ્પષ્ટપણે પરિગ્રહ જ છે. (ફ) કોઈકને વળી પોતાના વિચારોનું, પોતાના ચિંતનોનું મમત્વ હોય. “મારા વિચારો, મારા ચિંતનો કેટલા બધા અફલાતૂન છે. ક્રાંતિકારી છે...” આવું આવું મનમાં ચાલ્યા જ કરે. અને એટલે જ જો બીજા કોઈ એ વિચારોમાં – ચિંતનોમાં શાસ્ત્રવિરોધ દેખાડે, નુકસાનો દેખાંડે, એ વિચારોને ખોટા સાબિત કરનારી જડબેસલાક યુક્તિઓ આપે... તો પણ આ જીવ એ સ્વીકારી ન શકે. પોતે ખૂબ સારા માનેલા, પાળી-પોષીને તગડા કરેલા વિચારોને હવે ખોટા, શાસ્ત્રવિરુદ્ધ સ્વીકારવા અને એ વિચારો છોડી દેવા... એ લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ આ જીવ ન કરી શકે... આ બધું જ સ્વવિચારોનું, સ્વચિતનોનું મમત્વ છે અને એ પરિગ્રહ છે. (બ) જે સંઘો, જે શ્રાવકો, જે સહવર્તીઓ આપણી વાત માને, આપણને આદરસત્કાર આપે, આપણને ભગવાનતુલ્ય માને... એ સંઘો-શ્રાવકો-સહવર્તીઓ સારા લાગે. પણ જે સંઘો-શ્રાવકો-સહવર્તીઓ આપણી વાત યોગ્ય ન લાગવાથી ન પણ માને, તેઓ આપણા બદલે બીજાને વિશેષ આદર-સત્કાર આપે, આપણા બદલે બીજાને ભગવાનતુલ્ય માને.. એ બધા ખરાબ લાગે. એટલે જ આપણા માનેલા સંઘ-શ્રાવક-સહવર્તીની નાની નાની પ્રવૃત્તિઓનો પણ ભારે આનંદ થાય, એ શાસનનું કામ લાગે, શાસનપ્રભાવના લાગે, એની બે મોઢે પ્રશંસા થઈ જ જાય... પણ આપણા શ્રાવકો, સહવર્તીઓ પર રાગ છે. માટે જ શાસનના કાર્યો તો બંને પક્ષે થતા હોવા છતાં આપણા ગણાતા લોકોએ કરેલા કાર્યોની પ્રશંસા થાય છે અને પારકા ગણાતા લોકોના કાર્યની પ્રશંસા થઈ શકતી નથી. આ બધામાં પણ ઉડે ઉડે તો પોતાની જાત ઉપરનો મમત્વભાવ જ જોર મારે છે ને ? એટલે જ એને પોષનારા સંઘો વગેરે સારા-મીઠા લાગ્યા. (ભ) જગતના લાખો પદાર્થોમાં, વ્યક્તિઓમાં જ્યાં જ્યાં “આ અનુકૂળ ! આ પ્રતિકૂળ ! આ સારું, આ ખરાબ ! આ હાઈક્લાસ ! આ થડક્લાસ ! આ સુંદર, આ બેડોળ !...” વગેરે વગેરે ઈષ્ટ-અનિષ્ટના ગણિતો ઉભા હોય, ત્યાં પરિગ્રહ દોષ છે. એ પાંચમાં મહાવ્રતનો ભંગ કરે છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ જ જજે જજ * *જી મહાવતો જ હવે આ મહાવ્રતમાં અપવાદમાર્ગ શું હોઈ શકે ? એ ટુંકમાં વિચારીએ પરિગ્રહમાં શુદ્ધ અપવાદ : (ક) વિશિષ્ટ પ્રભાવક સાધુને પ્રધાનો-શ્રીમંતો વગેરે મોટા માણસો મળવા આવતા હોય, તેઓ અધર્મ ન પામે, તેઓ ધર્મ પ્રત્યે આકર્ષણ પામે એ માટે પ્રભાવક સાધુ સફેદ – સ્વચ્છ કપડાનો આગ્રહ રાખે. “કપડા મેલા નથી ને ?” એ ચકાસી લે. મેલા લાગે, તો કાપ કાઢી લે કે શિષ્યાદિ પાસે કઢાવી લે. એમ મોઢા ઉપર, દાંત ઉપર, હાથ વગેરે અવયવો ઉપર મેલ નથી ને? એ પણ ચકાસી લે. જો મેલ લાગે, તો એને દૂર પણ કરે. પ્રભાવક સાધુના મેલા દાંત જોઈને ગૃહસ્થો વિચારે કે “આ બધા મંજન પણ નથી કરતા...” એમ મેલા હાથ, મેલા મુખાદિને જોઈને પણ એવા મોટા ગૃહસ્થો અરુચિવાળા બને... આ ન થાય એ માટે જ માત્ર ને માત્ર એ જીવોના ભાવપ્રાણની રક્ષા કરવા, શાસનની હીલના અટકાવવા વિશિષ્ટ સાધુ આ બધું કરે તો એને કોઈ પરિગ્રહદોષ નથી. (ખ) કોઈ સંગીતકાર મધુર કંઠે સ્તવનો ગાતો હોય અને સાધુને એના દ્વારા પ્રભુભક્તિના ભાવો જાગતા હોય, પરમાત્મા સાથે પ્રેમભાવ પ્રગટતો હોય, આંખમાં આંસુઓ ટપકતા હોય.... તો આવા આવા ઉત્તમ લાભો જોઈને સાધુ એના સ્તવનો સાંભળે... તો એમાં પરિગ્રહદોષ નથી. (હા ! સંગીતકારને ગાવા માટે બોલાવવો, મનપસંદ ગીતો ગાવાનો આદેશ કરવો... આ બધું સાવદ્ય બને. પણ સંગીતકાર કોઈક પ્રસંગ વગેરેમાં સહજ રીતે ગાતો જ હોય... તો એમાં એના મધુર કંઠના આલંબને શુભધ્યાન પર ચડવું એ કંઈ ખોટું નથી.) (ગ) “જો મારું શરીર બગડશે, તો મારી બધી આરાધના બગડશે. માટે મારે શરીરને બગડવા દેવું નથી. એ માટે હું મારા શરીરને જે વસ્તુ માફક ન આવે, એ નહિ જ વાપરું. જે માફક આવી હશે એ જ વાપરીશ...” આમ માત્ર ને માત્ર પોતાની આરાધનાઓ સાચવવાના લક્ષ્યથી સાધુ તે તે વસ્તુઓ ત્યાગે, અમુક વસ્તુઓ લે .. તો એમાં કોઈ દોષ નથી. એને વસ્તુ પ્રત્યે રાગ નથી, પણ એ વસ્તુ આરાધનામાં સહાયક બને છે, માટે જ એ વાપરે છે. માટે જ એ આરોગ્યને પ્રતિકૂળ વસ્તુ ન લે, આરોગ્યને અનુકૂળ વસ્તુ લે તો પણ મમત્વવાળો ન ગણાય. એમ ટી.બી વગેરેમાં તો શરીર ટકાવવા માટે ઘી - દૂધ વગેરે વિગઈઓ પણ લે, વિહારના અતિપરિશ્રમાદિમાં શરીરને પણ પોષણ આપવા મષ્ટાન્નાદિ પણ વાપરે... છતાં એ દોષપાત્ર બનતો નથી. () પોતાનાથી પામેલા ગૃહસ્થો જો ઉસૂત્ર પ્રરૂપકોના કે મહાશિથિલોના પરિચયાદિ કરવાના હોય, તો એમને અટકાવવા જરૂરી છે જ. એ માટે એમને તેઓ - - - - - - - ૯૯ ૯૯૨ ૫૨ કકક કકક ------- Page #254 -------------------------------------------------------------------------- ________________ સર્વથા પરિગ્રહ વિરમણ મહાવ્રત પાસે ન જવાનું કહેવું, આ બધામાં ‘પોતાના ભક્તો બીજાના બનવા ન જોઈએ' એવો મલિનભાવ જો ન હોય, માત્ર ને માત્ર એ જીવોને ઉન્માર્ગથી બચાવવાનો જ કરુણાસભર આશય હોય તો કોઈ જ દોષ નથી. ** (ચ) પોતાનું જ છપાયેલું પુસ્તક પોતે વાંચે પણ એ એટલા માટે કે (૧) એમાં કોઈ ખોટી પ્રરૂપણા તો થઈ નથી ગઈ ને ? એ ચકાસણી કરવી હોય. (૨) એ પદાર્થોનું પુનરાવર્તન કરવા દ્વારા એમને દઢ કરવાની ઈચ્છા હોય, (૩) એ વાંચનથી પોતાને સારા ભાવો જાગતા હોય... તો આ માટે પોતાનું જ પુસ્તક વારંવાર વાંચે તો પણ કોઈ જ દોષ નથી. (છ) પ્રકાશવાળા સ્થાનમાં સ્વાધ્યાય સારો થાય, જીવદયા સહજ રીતે પળાય... એ માટે કોઈ સંયમી એ સ્થાનનો ઉપયોગ કરે. એમ કોઈને અતિગરમી સહન થતી ન હોય, પુષ્કળ પરસેવો થતો હોય... તો આ માટે તે તે સ્થાન માટે તેઓ અપેક્ષા રાખે છતા નિર્દોષ છે. કેમ કે સંયમાદિપાલનના શુભાશયથી જ તેઓ આ પ્રમાણે કરે છે. (જ) શારીરિક નબળાઈ વગેરેના કારણે કોઈક સાધુ ગોચરીપાણી ન લાવી શકે, એટલે એ બીજા કાર્યો જ કરે. માનસિક દોષો ઉભા થતા હોવાથી એનાથી બચવા માટે સાધુ ગોચરીની ના પાડે... આ બધામાં તે અમુક અમુક જ કામ કરવાનું સ્વીકારે છે. પણ એની પાછળ કોઈ મમત્વભાવ નથી, માટે દોષ નથી. (ઝ) માગશર-પોષની ભયંકર ઠંડીમાં જો કામળી ન હોવાદિ કારણોસર રાત્રે આરામ ન થાય તો આખા દિવસની બધી જ આરાધના બગડે, આર્તધ્યાન થાય. એટલે સાધુ આરાધનાની રક્ષા કરવા માટે અને આર્તધ્યાન અટકાવવા માટે પશ્મીના વગેરે કામળી રાખે. શિયાળા સિવાય એનો ઉપયોગ ન કરે... તો સાધુ નિર્દોષ છે. (ટ) પોતે જે ગ્રન્થોની નોટો બનાવેલી હોય, તે ગ્રન્થોના ભાષાંતરાદિવાળા પુસ્તકો છપાયા ન હોય. અથવા તો એ પુસ્તકો છપાયા હોય તો પણ એમાં સ્પષ્ટ ન થયેલી ઘણી બધી બાબતો પોતે નોટમાં લખી હોય. એ ગ્રન્થ અઘરો હોવાથી ભવિષ્યમાં ભણાવવા માટે એ નોટનો ઉપયોગ કરવો અનિવાર્ય હોય... આ બધા કારણોસર ઈચ્છા ન હોવા છતાં પણ સાધુ એ નોટો સાચવે. શક્ય હોય જ્ઞાનભંડારમાં જમા કરાવી દે, જેથી પોતે પરિગ્રહ રાખવો ન પડે અને ભવિષ્યમાં જ્યારે જરુર પડે ત્યારે એ નોટો મેળવી શકે. પણ જ્ઞાનભંડારવાળા એ નોટો રાખવા તૈયાર ન થાય, તો છેવટે પોતાની પાસે જ જે ખરેખર જરુરી હોય, એટલી જ નોટો રાખે, બીજી બધી પરઠવી દે. આ રીતે કરવામાં સાધુને દોષ નથી. (ઠ) કોઈક સાધુને ઘણું બધું લખાણ કરવાનું હોય, સાદી-સસ્તી બોલપેનોથી લખાણ કરવું અઘરુ પડે. હાથ દુઃખવા લાગે. એટલે ઝડપથી લખી શકાય અને હાથ ન દુ:ખે એ બધા ૨૫૩ Page #255 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો ન (ડ) માટે સાધુ મોંઘી બોલપેન પણ વાપરે. એમાં એ બોલપેનના દેખાવાદિ પ્રત્યે કોઈ રાગ ન હોય. માત્ર એનો સારી રીતે ઉપયોગ કરવાનો જ આશય હોય તો સાધુ નિર્દોષ જ છે. ઉપાશ્રયમાં રહેલી અમુક પાટોમાં ક્યાંય કાણા-ખાંચા ન હોય. એટલે એમાં જીવો ભરાઈ જવાની સંભાવના ન હોય... આવા પાટ-ટેબલ માટે સાધુ આગ્રહ રાખે. બીજી પાટો કે ટેબલોમાં ઝૂષિરતાદિને કારણે જીવવિરાધનાની સંભાવના હોવાથી સાધુ, તેની ના પાડે... તો એમાં પણ સાધુને પુદ્ગલરાગ નથી, મિલનરાગ નથી, પણ સંયમરાગ છે... માટે એમને દોષ નથી. (a) માતા-પિતા પોતાના ઉપકારી છે, એટલે એ ઉપકારનો બદલો વાળવા માટે સાધુ એમને હિતશિક્ષા આપે, ગુરુની સંમતિ લઈ એમને ધર્મમાર્ગે વાળવા પ્રયત્ન કરે. એમાં સ્નેહરાગ નહિ, પણ ઉપકારીના ઉપકારનો બદલો વાળવાની જ એકમાત્ર ભાવના હોય, એ માટે જરુર પડે તો વૃદ્ધ માતા-પિતાને સમાધિ આપવા તે સંઘમાં જઈને રહે, એમને રોજ હિતશિક્ષા આપે... આ બધું એ માત્ર ને માત્ર શુભભાવથી કરતો હોવાથી સ્વજનો પ્રત્યેના મમત્વભાવવાળો ન ગણાય. (ત) પોતાનો શિષ્ય ખરેખર ઉત્કૃષ્ટ આરાધના કરે, ખરેખર જોરદાર સ્વાધ્યાય તપાદિ કરે, અને એટલે ગુરુ એની ભરપૂર પ્રશંસા કરે. વળી, ગુરુનો સ્વભાવ જ એવો હોય કે સ્વશિષ્ય કે પરશિષ્ય... કોઈના પણ સદ્ગુણો જોઈને એક સરખો હર્ષ થતો હોય, પારકાની પણ પ્રશંસા તેઓ સરળભાવે બે મોઢે કરી શકતા હોય.... તો એમણે કરેલી શિષ્યપ્રશંસા પણ ધર્મરાગના પાયા ઉપર ઉભી થઈ હોવાથી કોઈ જ દોષ નથી. આ અમુક દૃષ્ટાન્તો આપ્યા. આ બધાનો સાર એ કે ગીતાર્થ કે ગીતાર્થનિશ્રિત સાધુ સંયમપાલન માટે, આત્મવિરાધના અટકાવવા માટે, શાસનહીલના અટકાવવા માટે, મોક્ષસાધના માટે જરુરી એવા શરીરને ટકાવવા માટે... આવા આવા પુષ્ટ કારણોસર, રાગદ્વેષ વિના યતનાપૂર્વક વસ્તુઓ વધા૨ે ૨ાખે કે સારી વસ્તુ રાખે, નબળી વસ્તુઓ ન સ્વીકારે... તો પણ એમને પાંચમા મહાવ્રતનો કોઈ જ દોષ લાગતો નથી. આ રીતે આપણે પરિગ્રહ મહાવ્રતમાં શુદ્ધ અપવાદ જોઈ ગયા. આમાં પણ નિરતિચાર ઉત્સર્ગ વગેરે છ ભેદ સમજી લેવા એમાં શાસ્ત્રાજ્ઞા મુજબ સાધુઓ ૧૪ જ ઉપકરણ વાપરે, સાધ્વીજીઓ ૨૫ જ ઉપકરણ વાપરે... એમાં ક્યાંય મમત્વ ન રાખે. એ બધા ઉપકરણોને સંયમની સાધના માટે જ ઉચિત રીતે વાપરે... તો આ નિરતિચાર ઉત્સર્ગ છે. ૨૫૪ XXXXX Page #256 -------------------------------------------------------------------------- ________________ સર્વથા પરિગ્રહ વિરમણ મહાવ્રત ઉત્સર્ગમાર્ગની આરાધના કરતા કરતા પણ ક્યારેક તે તે વસ્તુમાં સંજ્વલનરાગ પ્રગટી જાય, મમત્વ જાગી જાય... તો એ સાતિચાર અપવાદ બને. ઘણા મોટા નુકસાનો આવે તો પણ જે ઉત્સર્ગને પકડી રાખે તે ઉન્માર્ગ ઉત્સર્ગ ! દા.ત. અતિશય ઠંડીમાં સાધુ થરથર ધ્રૂજે, ૧૦૫ ડીગ્રી તાવમાં સાધુને ભયંકર ઠંડી લાગે... એ વખતે આર્તધ્યાન પણ થાય. કદાચ મોટા નુકસાનોની પણ સંભાવના હોય છતાં “ભગવાને ધાબડા વાપરવાની ના પાડી છે, તો હું ધાબડા નહિ જ વાપરું. બસ, માત્ર બે કપડા અને એક કામળીથી જ ચલાવી લઈશ... જે થવું હોય તે થાય.” એમ જડતાને ધારણ કરે, તો આ ઉન્માર્ગ ઉત્સર્ગ બની જાય. એમ વર્તમાનમાં ક્ષયોપશમની મંદતાદિને કારણ પુસ્તકાદિનો વપરાશ લગભગ અનિવાર્ય છે. છતાં સાધુ વિચારે કે “શાસ્ત્રોએ તો પુસ્તકાદિ વાપરવાની ના પાડી છે. એમાં સંયમવિરાધના વગેરે ઢગલાબંધ દોષો દર્શાવેલા છે. માટે મારે તો કોઈપણ ભોગે પુસ્તકો વાપરવા જ નથી. હું બધું મોઢે મોઢે જ ભણીશ.” હવે આ રીતે એની જ્ઞાનવૃદ્ધિ અટકે, પ્રત-પુસ્તકાદિ વિના મોઢે મોઢે જ ભણવું અઘરું પડે, ન ભણી શકે, પરિણામે સંયમપરિણિત પણ ઘટતી જાય... આ બધા જ નુકસાનો સ્વીકારીને પણ પોતે ૧૪ વસ્તુથી વધારે ન રાખવાનો નિયમ પકડી રાખે... એ ઉન્માર્ગ ઉત્સર્ગ છે. આવું બીજું પણ સ્વયં વિચારી લેવું. દિગંબરો ઉન્માર્ગ-ઉત્સર્ગની ચરમસીમાને પામેલા છે. એક પણ વસ્ત્ર નહિ, એક પણ પાત્ર નહિ... એના કારણે સંયમસંબંધી ઢગલાબંધ દોષો લાગવા છતાં પણ એ મોટા નુકસાનો વેઠીને પણ તેઓ આ પરિગ્રહ સ્વીકારવા તૈયાર નથી. દેખાવમાં સારો લાગતો એમનો ઉત્સર્ગ સ્પષ્ટપણે ઉન્માર્ગરૂપ છે. એ બધા જ જાણે છે. પણ, આપણા જીવનમાં પણ આવા કોઈ ઉન્માર્ગ-ઉત્સર્ગ ઘૂસી નથી ગયાને ? એની તપાસ કરવી. બીજાના દોષો જલ્દી દેખાય, જાતના દોષો બિલકુલ ન દેખાય... એ જીવની વિચિત્રતા જ છે. આપણે એ વિચિત્રતાનો ભોગ ન બનીએ, એ કાળજી રાખવી. નિરતિચાર અપવાદ એ છે કે ગીતાર્થ કે ગીતાર્થનિશ્રિત સાધુ કારણસર યતનાપૂર્વક વધારે વસ્તુ રાખે... (આ બધી વાત પૂર્વે કરી જ ગયા છીએ.) સાધુ પુષ્ટકારણસર જ પરિગ્રહ કરે, છતાં એમાં અયતના થઈ જાય, સંજ્વલનનું મમત્વ જાગી જાય, રાગ થઈ જાય... પણ એ સંજ્વલનના હોવાથી જ સંયમપરિણામ ખતમ ન થાય... આ સાતિચાર અપવાદ છે. સાધુ કારણ વિના જ માત્ર તીવ્રરાગભાવથી પ્રેરાઈને જાતજાતની વસ્તુઓ ભેગી ૨૫૫૪ Page #257 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો કરતો જ રહે. નિર્દોષ ગોચરી પણ તીવ્ર આસક્તિભાવથી પ્રેરાઈને વાપરે, એ માટે જાતજાતની ભાત-ભાતની આઈટમો વહોરી લાવે, એમાં સ્વાદ માણવા માટેના બધા પ્રયત્નો કરી છૂટે... આવું જો કંઈપણ થાય તો એ બધું ઉન્માર્ગ અપવાદનું સ્વરૂપ છે. પ્રશ્ન : તમે દિગંબરમતની વાત કરી પણ ખરેખર તો અમને એમની વાત સાચી લાગે છે. તેઓ તદ્દન નિર્વસ્ત્ર રહી શકે છે, એ એમની મહાનતા છે. ઠંડી-ગરમી કેટલી બધી સહન કરે છે ! આપણે વસ્ત્રો વાપરીએ છીએ, એટલે આપણે નબળા તો ખરા જ. આપણે દુઃખોના ત્રાસથી વસ્ત્રો-પાત્રાઓ વાપરીએ છીએ, એ આપણો દોષ જ છે. તેઓ તો દુ:ખોને સહન કરે છે... એટલે જ આપણા કરતા તેઓ મહાન નથી લાગતા શું ? ઉત્તર : આર્ય પ્રભવસ્વામીએ જેમ બ્રાહ્મણ શય્યભવને કહેવડાવ્યું કે ‘“અો છું તત્વ ન જ્ઞાયતે પરં'' એવું જ કંઈક કહેવાનું મન થાય છે. તમે સાચુ તત્ત્વ સમજ્યા નથી, માટે જ આ મુશ્કેલી ઉભી થઈ છે. ખરી હકીકત જાણવી હોય તો આવશ્યક નિર્યુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય, અધ્યાત્મમત પરીક્ષા... સ્યાદ્વાદ રત્નાકર... આ બધા ગ્રન્થોનું ઉંડાણથી રિશીલન કરવું પડે. છતાં તેં પ્રશ્ન પૂછ્યો જ છે, તો કેટલીક મહત્ત્વની બાબતો તને દર્શાવું. (૧) કપડા ન પહેરવા અને પાત્રાદિ ન રાખવાથી જો દિગંબરો મહાન બનતા હોય, તો વિશ્વમાં કરોડો પશુઓ કપડા પહેરતા નથી, પાત્રાદિ રાખતા નથી. રે ! દિગંબરો તો હજી મકાનાદિમાં રહેતા હશે. જ્યારે કરોડો પશુઓ તો જંગલમાં રહેનારા છે. કોણ મહાન ? એ કરોડો પશુઓ ? એ બધા વંદનીય બનશે ? મોક્ષમાર્ગના આરાધક ગણાશે ? ૩૫૦ ગાથાના સ્તવનમાં મહોપાધ્યાયજી કહે છે કે “જો કષ્ટે મુનિ મારગ પાવે, બળદ થાય તો સારો. ભાર વહે ને તાડવે ભમતો, ખમતો ગાઢ પ્રહારો.” જો કષ્ટો સહન કરવા માત્રથી જ મુનિ મોક્ષમાર્ગનો આરાધક બનતો હોય, તો તો એ બળદ બને એ વધુ સારું. કેમ કે એ ભાર વહન કરે છે, તડકે ભમે છે અને ગાઢ પ્રહારો સહન કરે છે. (૨) દિગંબરો ઠંડી સહન કરી શકે તો તો બરાબર. પણ જેઓ ઠંડી સહન ન કરી શકે એમના માટે સારો ઉપાય કયો ? સહન ન થાય તો પણ આર્તધ્યાન કરીનેય સહન કરવું એ ઉપાય તો ખોટો જ છે. કેમકે આર્તધ્યાનયી તો પુષ્કળ પાપ બંધાય. એ વખતે મરણ થાય તો દુર્ગતિ થાય. આયુષ્યનો બંધ થાય તો દુર્ગતિનું આયુષ્ય બંધાય. હવે બે ઉપાયો બાકી રહે છે. કાં તો વસ્ત્રો વાપરવા. કાં તો તાપણું ક૨વું. તમે * ૨૫૬***** XX Page #258 -------------------------------------------------------------------------- ________________ ના - - - - - સર્વથા પરિગ્રહ વિરમણ મહાવ્રત કે ૯-૯-૯-૦૯--- જ કહો કે પકાયની ઘોરહિંસા થાય એવું તાપણું સારું? કે વસ્ત્રો વાપરવા યોગ્ય ? હવે જો કોઈક દિગંબરો તાપણું કરાવે, તો શું એ યોગ્ય ગણાશે ? (૩) “તીર્થકરો અને જિનકલ્પીઓ વસ્ત્ર-પાત્રાદિ રાખતા નથી, માટે આપણે પણ એ બધુ ન રાખવું” આવું જો માનવાનું હોય તો મુગ્ધતા છે. આ તો “ક્ષમ ચત્તા હંસ શી રાત'' કાગડો હંસની જેમ ચાલવા જાય, તો પગ તૂટી જાય. એમ છેલ્લા સંઘયણ વાળાઓ પહેલા સંઘયાદિવાળાઓની જેમ ચાલવા જાય તો હેરાન જ થવાના. “લાંબા ભેગો ટુંકો જાય, મરે નહિ તો માંદો થાય” આ કહેવત અહીં બરાબર બંધબેસતી છે. વળી મહત્ત્વની વાત તો એ કે તીર્થંકરો પણ વસ્ત્રાધારી હતા. જિનકલ્પીઓ પણ ત્રણ ત્રણ વસ્ત્રોના ધારક પણ હોઈ શકે છે, તથા જો તેઓ પાસે વિશિષ્ટ લબ્ધિ ન હોય તો તેઓ પણ પાત્રાદિ રાખે જ છે. પણ આ બધી વાત દિગંબરો સ્વીકારતા જ નથી. * આશ્ચર્ય તો એ છે કે તીર્થકરો, જિનકલ્પીઓ શું મોરપીંછ રાખતા હતા? કમંડલુ રાખતા હતા? ચશ્મા રાખતા હતા? વિહારમાં માણસો રાખતા હતા? ગાડી સાથે રાખતા હતા?.. એવી તો સેકડો બાબતો છે કે જેને તીર્થકરો આચરતા ન હતા, છતાં દિગંબરો તો એ આચરે જ છે. તો માત્ર વસ્ત્ર-પાત્ર જ ન વાપરવા માટેનો કદાગ્રહ શેના માટે ? (૪) પાત્રા ન હોવાથી જુદા જુદા ઘરેથી થોડું થોડું વહોરવું શક્ય ન બને, એટલે એક જ જગ્યાએ પોતાના માટે બધી વસ્તુ બનાવડાવવી પડે, એ જ વહોરવું પડે અને એ જ વાપરવું પડે. આ રીતે પુષ્કળ જીવવિરાધના કરાવવી પડે... એ શું માન્ય છે ? આ હિંસા થાય તો પહેલા મહાવ્રતનો ઘાત ન થાય? પ્રશ્ન : પણ એ તો અપવાદ હોય ને? તમે જ તો બધા અપવાદ બતાવ્યા છે. વળી શ્વેતાંબરો પણ આધાકર્માદિ વાપરે જ છે ને ? તો અમે પણ અપવાદમાર્ગે આધાકર્મી વાપરીએ તો શું વાંધો ? ઉત્સર્ગ માર્ગે હિંસા ન કરાય, એ કબુલ ! પણ અમે તો અપવાદમાર્ગે આ હિંસા કરાવીને દોષિત વાપરીએ છીએ. માટે અમને દોષ ન લાગે. ઉત્તર : શાબાશ ! જો પહેલા મહાવ્રતમાં અપવાદ હોય, હિંસા કરવા છતાં દોષ ન લાગે એ માન્ય હોય તો પાંચમાં મહાવ્રતમાં પણ અપવાદ હોય ને ? ઉત્સર્ગ માર્ગે વસ્ત્રો ન રાખવા, પણ અપવાદમાર્ગે વસ્ત્ર રાખીએ તો દોષ ન જ લાગે. અમે તો આ વાત માનીએ જ છીએ. એટલે જ અમે અપવાદ માર્ગે દોષિત ગોચરી વાપરવામાં દોષ માનતા નથી. પણ આ વાત તમને માન્ય છે ? પહેલાં મહાવ્રતમાં અપવાદ માનવો. પાંચમાં મહાવ્રતમાં અપવાદ ન માનવો... આ બધું તમે કયા આધારે માનો છો ? Page #259 -------------------------------------------------------------------------- ________________ મહાવતો જા જા જા - (૫) દિગંબરો તો માત્ર વગેરે કરવા માટેના પ્યાલા પણ ન રાખી શકે ને ? કેમકે એ પણ પરિગ્રહ કહેવાય. હવે ચોમાસામાં ચારેબાજુ નિગોદાદિ હોય, એ વખતે તેઓ પ્યાલા ન હોવાથી નિગોદ ઉપર ચાલીને જ એકાંતસ્થાનમાં જશે અને ત્યાં ઠલ્લે-માત્રુ જઈ આવશે. - પ્યાલો હોય તો એમાં માત્ર કરીને પરઠવી શકાય, એ માટે દૂર સુધી જવું ન પડે. પણ પ્યાલો ન હોય તો સીધા માત્રુ જવા દૂર જવું પડે. એટલે નિગોદાદિની વિરાધના થાય. વળી બહાર વરસાદ ચાલુ હોય તો પ્યાલામાં માત્ર જઈને વરસાદ બંધ થાય એ પછી પરઠવવા જઈ શકાય. એટલે વરસાદની વિરાધના ઓછી થાય. જેની પાસે પ્યાલો જ નથી, તેણે તો ચાલુ વરસાદે માત્રુ જવું પડશે. આમ વિરાધના વધશે. આ જ વાત સ્પંડિલ માટે પણ સમજી લેવી. (૬) કોઈ દિગંબર સાધુ માંદો પડે, ઉભો પણ ન થઈ શકે... એ વખતે એને ગોચરી-પાણી-ઔષધ વગેરે કોણ લાવી આપે? કેવી રીતે લાવી આપે? સાથેના સાધુઓ પાસે પાત્રા તો છે નહિ, એટલે તેઓ તો આ માંદા સાધુ માટે ઔષધાદિ કેવી રીતે લાવે? એ વખતે ગૃહસ્થોએ જ એ સાધુ માટેની બધી વસ્તુ સાધુ પાસે વાસણોમાં લાવવી પડશે, એમાંથી એ માંદો સાધુ વસ્તુઓ લેશે અને વાપરશે. આમ આડકતરો તો વાસણોનો ઉપયોગ પણ થઈ જ ગયો. વળી આ રીતે ગૃહસ્થો સામેથી ગોચરી લાવે એટલે અભ્યાહત, સ્થાપના વગેરે દોષો પણ લાગે જ. (૭) દિગંબર સાધુઓ રસ્તામાં વિહાર કરે, ત્યારે એમની નગ્નતાને લીધે લોકો મશ્કરી કરે, કદાચ પરેશાન કરે અને મારે પણ ખરા. આ બધી શાસનહીલના તો ઘણું મોટું નુકસાન છે. (૮) રસ્તામાં લોકોની હેરાનગતિથી બચવા માટે પ્રાયઃ એમણે સાથે અમુક માણસો રાખવા પડે છે. હવે જો વસ્ત્ર એ પરિગ્રહ છે, તો આ રીતે માણસો રાખવા એ પરિગ્રહ નથી? પ્રશ્ન : આ માણસો તો હેરાનગતિ ન થાય એ માટે રાખેલા છે, રાગ ભાવથી નહિ? ઉત્તર : તો વસ્ત્રો પણ ઠંડી વગેરેથી આર્તધ્યાનાદિ ન થાય, એ માટે જ રાખેલા છે. એમાં કંઈ વસ્ત્ર પર રાગ નથી. પ્રશ્ન : ભલે વસ્ત્ર પર રાગ ન હોય, પણ શરીર ઉપર તો રાગ છે જ ને ? તો જ એની રક્ષા માટે કપડા રાખવા પડે ને ? ઉત્તર : એમ તો દિગંબરો ભલે ને સાથે રાખેલા માણસો ઉપર રામવાળા ન હોય, પણ તેઓ પણ પોતાના શરીર પર તો રાગવાળા જ ગણાશે ને ? માટે જ એની રક્ષા માટે માણસો રાખવા પડે છે ને ? જ છે કે જે લોકો જે (૨ ૫૮ - -------------- Page #260 -------------------------------------------------------------------------- ________________ ------- સર્વથા પરિગ્રહ વિરમણ મહાવ્રત ---------- પ્રશ્ન : વસ્ત્રો શરીરને અડે છે, માટે પરિગ્રહ જ્યારે એ માણસો કંઈ શરીરને અડકાડીને નથી રાખેલા, એટલે તે પરિગ્રહ ન કહેવાય, માટે વસ્ત્રમાં દોષ, પણ માણસો રાખવામાં કોઈ દોષ નહિ. ઉત્તર : આ કેવી વાહિયાત દલીલ ! અબજોપતિઓના અબજો રૂપિયા તિજોરીમાં પડેલા છે. શરીરને અડેલા નથી. તો શું એમનો પરિગ્રહ ન ગણાય ? રાજયનો માલિક રાજા છે. પણ એને કંઈ આખું રાજય તો અડેલું જ નથી, તો રાજય પણ એનો પરિગ્રહ નહિ જ ને ? રે ! વસ્ત્રો શરીરને અડેલા રહે છે, માટે પરિગ્રહ ! તો જમીન પણ શરીરને અડેલી જ રહે છે, તો એ પણ પરિગ્રહ જ ગણાશે ને ? ચારે બાજુથી પવન પણ શરીરને અડે છે, તો એ પણ પરિગ્રહ ગણાશે ને ? પ્રશ્ન : જમીનને કે હવાને આપણે સામે ચાલીને નથી અડતા, પણ એ સહજ રીતે જ આપણને સ્પર્શે છે. જ્યારે વસ્ત્રો તો આપણે ચાહીને પહેરીએ છીએ, માટે એ દોષ ગણાય. ઉત્તર : શું કાંટાવાળી, કાચવાળી, આગવાળી, ખીલાવાળી જમીન પર આપણે પગ મૂકીએ છીએ ? નહિ જ ને ? એ વખતે જ્યાં કાંટા-કાચ-આગ-ખીલા ન હોય ત્યાં જ પગ મૂકીએ છીએ એ તો અનુભવ છે જ. તો આ રીતે જમીનનો સ્પર્શ તો ચાહીને જ કરવામાં આવે છે. એટલે એ પણ પરિગ્રહ બને જ.. (૯) સાંભળ્યું છે કે પશુ-પક્ષીઓએ નહિ બોટેલું એઠું નહિ કરેલું) એવું જ પાણી દિગંબરસાધુઓ વાપરે છે. હવે એવું પાણી બધે તો શી રીતે મળે? એટલે જ્યારે વિહારો કરવાના હોય, ત્યારે સૌ પ્રથમ ગાડી મોકલીને ઠેર ઠેર તપાસ કરાવડાવવી પડે, જ્યાં જ્યાં એવું પાણી ન મળે, ત્યાં બીજા સ્થાનોમાંથી પાણી મંગાવવું પડે... આ બધા માટે સેંકડો કિ.મી. ગાડી દોડે એ કેટલો બધો મોટો દોષ ! આવી તો અનેક બાબતો છે. આપણો સિદ્ધાન્ત બહુ જ સ્પષ્ટ છે કે મૂછ-મમત્વ એ જ પરિગ્રહ છે. મૂછ હોય તો તદન ભિખારીમાં ભિખારી પણ પરિગ્રહવાળો છે. મૂછ ન હોય તો ઘણી સામગ્રીવાળો જીવ પણ અપરિગ્રહી છે. | દિગંબરના મતમાં તો ગૃહસ્થલિંગસિદ્ધ નામનો ભેદ મળશે જ નહિ. કેમ કે એની પાસે તો પરિગ્રહ છે જ, વસ્ત્ર, ધન, ઘર, વગેરે બધું જ છે. શ્વેતાંબરમતમાં આ વાંધો નથી. કેમકે આ બાહ્યપરિગ્રહ હોવા છતાં પણ ભાવધારામાં ચડેલા જીવને મમત્વનો વિચ્છેદ થઈ જાય એટલે કૈવલ્યની - મોક્ષની પ્રાપ્તિ સુલભ છે. જેમ દિગંબરો તીર્થકરોના, જિનકલ્પીઓના આચારને પકડી રાખીને કદાગ્રહી ------------------------ ૨૫૯ ------------------------ Page #261 -------------------------------------------------------------------------- ________________ --- ---- ---- જ ન મહાવ્રતો જ -----૪-૪-૯-૪-૯ બન્યા, એમ આપણે નથી બનવું. જેમ દિગંબરો સંઘયણભેદ, કાળભેદ, જીવભેદ વગેરેને સમજી ન શક્યા, એમ આપણે નથી કરવું. આજે જો શ્વેતાંબરો પણ નવા નવા કદાગ્રહોનો ભોગ બને કે “ભૂતકાળના સાધુઓ તો આ બધી વસ્તુઓ વાપરતા ન હતા, આપણે વાપરીએ તે ખોટું જ કહેવાય.તો એ પણ નવો દિંગબરમત સ્થાપવા જેવું થાય છે જો ભૂતકાળ જેવી જ પરિસ્થિતિ તે તે બાબતોમાં અત્યારે પણ હોય તો તો એમની વાત માન્ય જ છે. પણ પરિસ્થિતિમાં ધરખમ ફેરફાર થયા પછી પણ એ જ જૂની વાતને પકડી રાખવાનો આગ્રહ રાખવો એ તો આત્મઘાતી પગલું છે. પહેલાના સાધુઓ પુસ્તકાદિ વાપરતા ન હતા, માટે આપણે પણ ન જ વપરાય, પહેલાના સાધુઓ બોલપેન વગેરે વાપરતા ન હતા, માટે આપણે પણ ન જ વપરાય, પહેલાના સાધુઓ પ્રત-પુસ્તકાદિ છપાવતા ન હતા, માટે આપણે પણ ન જ છપાવાય, આવી અનેક બાબતો છે. શું આ યોગ્ય છે ? આપણી વાત તો એટલી જ છે કે ગીતાર્થ સાધુ કારણસર યતનાપૂર્વક કોઈપણ પરિગ્રહાદિ દોષ સેવે એ નિર્દોષ જ છે, એ કર્મનો ક્ષય જ કરે છે. જેઓ આ વાત ન સમજી શકે તેઓ જિનશાસનના મર્મને સાચી રીતે સમજ્યા નથી, એમ માનવું પડે. પરિગ્રહસંબંધમાં ચતુર્ભગી આ પ્રમાણે બતાઊં છે કે (૧) દ્રવ્યથી પરિગ્રહ છે. + ભાવથી પરિગ્રહ નથી. જે સાધુ મમત્વ વિનાનો છે, અને ઉચિત સંયમોપકરણોને ધારણ કરે છે, તેને દ્રવ્યથી પરિગ્રહ છે, ભાવથી નથી (૨) દ્રવ્યથી પરિગ્રહ નથી + ભાવથી પરિગ્રહ છે. જે ભિખારી વગેરેની પાસે ધનાદિ કશું નથી, પણ એ બધું મેળવવાની ઝંખના ખૂબ છે... તેઓને આ બીજા ભાગો લાગે. (૩) દ્રવ્યથી પરિગ્રહ છે + ભાવથી પરિગ્રહ છે. જે શ્રીમંતો હજી પણ વધુને વધુ કમાવાની લાલસાવાળા હોય, તેઓને આ ભાંગો લાગે. (૪) દ્રવ્યથી પરિગ્રહ નથી + ભાવથી પરિગ્રહ નથી. સિદ્ધ ભગવંતો તથા અપેક્ષાએ વસ્ત્ર-પાત્રાદિ વિનાના જિનકલ્પિકાદિઓ આ ભાંગામાં આવે. આ રીતે અહીં પાંચમું મહાવ્રત સંપૂર્ણ થાય છે. જા જા જા જા જા ૨૬૦ = - - - - - - - Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૭. સૂત્રો...વ્રિતોનો. માવો...જજ પ્રશ્ન : તમે પાંચેય મહાવ્રતોમાં એક વાત કરી છે કે જો ગીતાર્થ કે ગીતાર્થનિશ્રિત સાધુ કારણસર યતના પૂર્વક કોઈપણ દોષ સેવે, હિંસા-જૂઠ-ચોરી-પરિગ્રહ કરે તો એ નિર્દોષ છે. એને પ્રતિજ્ઞાનો ભંગ થતો નથી. સાધુએ તો પ્રમાદયોગથી હિંસાદિ ન કરવાનો જ નિયમ લીધો હોવાથી એમાં કોઈપણ દોષ લાગતો નથી. ટૂંકમાં દ્રવ્યહિંસા, દ્રવ્યજૂઠ વગેરેની બાધા સાધુએ લીધી જ નથી, એટલે દ્રવ્યહિંસા થાય એમાં સાધુ તદ્દન નિર્દોષ છે... એવો તમારો કહેવાનો ભાવ હતો. આ વાત બરાબર ને? પણ હવે જૂઓ: શ્રી પાકિસૂત્રમાં તો આપણે સ્પષ્ટપણે બોલીએ છીએ કે દ્રવ્યો જં પUTHવા છતુ નીનિવાસુ.. ષડૂજીવનિકાયમાંથી કોઈપણ જીવ મરે એ દ્રવ્યથી હિંસા ! આખા લોકમાં ક્યાંય પણ કોઈપણ જીવ મરે એ ક્ષેત્રથી હિંસા ! દિવસે કે રાત્રે કોઈપણ કાળે જીવ મરે એ કાળથી હિંસા ! રાગથી કે દ્વેષથી... કોઈપણ પ્રકારે જીવ મરે એ ભાવથી હિંસા! એમ બાકીના મહાવ્રતોમાં પણ આ જ રીતે આપણે બોલીએ છીએ. હવે આપણે તો આ દ્રવ્યહિંસાદિની પણ બાધા લીધી જ છે. આ સૂત્ર ઉપરથી એ વાત એકદમ સ્પષ્ટપણે સમજી શકાય છે. તો તમે કયા આધારે આની ના પાડો છો? એ અમને સમજાતું નથી. આપનું પ્રરૂપણ શાસ્ત્રવિરુદ્ધ હોય એવું અમને લાગ્યા કરે છે... ઉત્તર : ના. અમે દર્શાવેલો પદાર્થ શાસ્ત્રાનુસારી જ છે. સૌપ્રથમ તો તને શાસ્ત્રપાઠો જ દર્શાવું અને પછી એ અંગેની યુક્તિઓ પણ વિચારશું. - શ્રી ધર્મપરીક્ષાગ્રન્થમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજા ફરમાવે છે કે द्रव्यभावोभयस्पस्य केवलभावस्पस्य च प्राणातिपातादेः व्रतभङ्गस्पत्वेन शिष्टलोकगर्हणीयत्वात् જે હિંસા - જૂઠ દ્રવ્ય અને ભાવ બંને રૂપે છે, કે જે હિંસા – જૂઠ માત્ર ભાવ રૂપ છે. એ જ વ્રતના ભંગ રૂપે છે. અને માટે તે જ શિષ્યલોકમાં નિંદનીય છે. (અર્થાત્ માત્ર દ્રવ્યહિંસા, દ્રવ્યજૂઠ એ વ્રતના ભંગ રૂપ છે જ નહિ..) ધર્મપરીક્ષા – ૪૫ . यत्तूक्तं - द्रव्यतोऽपि हिंसायाः कृतप्रत्याख्यानभंङ्गेनालोचनाविषयत्वमिति - तज्जैनसिद्धान्तपरिभाषाज्ञानाऽभावविभ्भितम् । द्रव्याद्याश्रयेण हिंसादिभावस्यैव प्रत्याख्यातत्वात, द्रव्यहिंसादिना हिंसादि प्रत्याख्यानभंगाभावात् । ધર્મપરીક્ષા ગાથા - પપ પૂર્વપક્ષે જે કહેલું કે “દ્રવ્યથી પણ હિંસા કરો તો એ હિંસા એ કરાયેલા જાન - - - - - - - - - - - - - - - ૨૬૧ - - - - - - - - - - - - - - Page #263 -------------------------------------------------------------------------- ________________ જ ૯૯ જલ જ ન જજ જ એ મહાવતો જા જે જે જે પચ્ચક્ખાણનો ભંગ થતો હોવાથી આલોચનાનો વિષય બને છે” એ વાત જૈન સિદ્ધાન્તની પરિભાષાના અજ્ઞાનના કારણે ઉભી થયેલી જાણવી. કેમ કે ખરેખર તો દ્રવ્ય, ક્ષેત્રાદિના આધારે હિંસાદિના ભાવનું જ પચ્ચકખાણ કરાયેલું છે. એટલે (જો ભાવહિંસા ન હોય તો) દ્રવ્યહિંસા વગેરે દ્વારા હિંસાદિના પચ્ચકખાણનો ભંગ થતો નથી. એ પ્રતિજ્ઞાનો ભંગ થતો નથી. ઉપરના પાઠના આધારે એકદમ સ્પષ્ટ રૂપે સમજી શકાય છે કે સાધુઓએ માત્રને માત્ર ભાવહિંસા, ભાવજૂઠ...ની જ બાધા લીધી છે. દ્રવ્યહિંસાદિની નહિ. પાક્ષિકસૂત્રમાં આપણે જે બૂમો વગેરે બોલીએ છીએ એ બધામાં ભાવહિંસાની જ બાધા છે. એ વાત ઉપરના પાઠમાં જોઈ જ ગયા છીએ. છતાં આ પાઠને વધુ સ્પષ્ટ રીતે સમજીએ. પ્રથમ મહાવ્રત (૧) દ્રવ્યથી : હું પકાયમાંથી કોઈપણ જીવને પ્રમાદથી (રાગ-દ્વેષાદિથી) નહિ મારું. (૨) ક્ષેત્રથી હું ચૌદરાજ લોકમાં કોઈપણ સ્થાનમાં કોઈપણ જીવને પ્રમાદથી નહિ મારું. (૩) કાળથી : હું દિવસે કે રાત્રે કોઈપણ કાળે કોઈપણ જીવને પ્રમાદથી નહિ મારું. (૪) ભાવથી : હું હિંસા અંગેના રાગ-દ્વેષાદિ પ્રમાદો નહિ કરું. દ્વિતીય મહાવત : (૧) દ્રવ્યથી : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, આત્મા અને પુગલ આ છ દ્રવ્યો છે. હું આમાંથી એકપણ દ્રવ્યસંબંધમાં પ્રમાદથી જૂઠ નહિ બોલું. (૨) ક્ષેત્રથી : લોક અને અલોક એ કોઈપણ ક્ષેત્ર અંગે હું પ્રમાદથી જૂઠ નહિ બોલું. (૩) કાળથી : દિવસે કે રાત્રે કોઈપણ કાળ અંગે કે કોઈપણ કાળમાં હું પ્રમાદથી જૂઠ નહિ બોલું. (૪) ભાવથી : હું જૂઠ અંગેના રાગદ્વેષાદિ પ્રમાદો નહિ કરું. તૃતીય મહાવ્રત : (૧) દ્રવ્યથી : જે પકડી શકાય, ધારણ કરી શકાય એવા કોઈપણ દ્રવ્યની હું પ્રમાદથી ચોરી નહિ કરું. (૨) ક્ષેત્રથી : ગામમાં, નગરમાં કે જંગલમાં ક્યાંય હું પ્રમાદથી ચોરી નહિ કરું. (૩) કાળથી : દિવસે કે રાત્રે ક્યારેય હું પ્રમાદથી ચોરી નહિ કરું. Page #264 -------------------------------------------------------------------------- ________________ –ઓ...વૃિતઓ...જાતઓ...માવો... ** (૪) ભાવથી : હું ચોરી અંગેના રાગદ્વેષાદિ પ્રમાદો નહિ સેવું પંચમ મહાવ્રત : (૧) દ્રવ્યથી : હું સચિત્ત, અચિત્ત કે મિશ્ર કોઈપણ વસ્તુનો પ્રમાદથી પરિગ્રહ નહિ કરું. (૨) ક્ષેત્રથી : હું આખાય લોકમાં ક્યાંય પણ કોઈપણ ક્ષેત્રનો પ્રમાદથી પરિગ્રહ નિહ કરું. અર્થાત્ કોઈપણ ક્ષેત્રમાં રહેલી વસ્તુ ૫૨ મમત્વ નહિ કરું. (૩) કાળથી : હું કોઈપણ કાળે કોઈપણ વસ્તુમાં મમત્વ નહિ કરું. અથવા તો હું દિવસરૂપી કાળ પર કે રાત રૂપી કાળ પર મમતાવાળો નહિ બનું. (૪) ભાવથી : પરિગ્રહ અંગેના રાગાદિ પ્રમાદોને હું નહિ સેવું. આમ દરેકે દરેકમાં પ્રમાદની જ - રાગદ્વેષાદિની જ બાધા લેવામાં આવી છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળનો ઉલ્લેખ તો માત્ર સમજણ પૂરતો છે. એ રાગદ્વેષાદિ શેમાં થઈ શકે ? એ પદાર્થની સ્પષ્ટતા માટે જ છે. ખૂબ ઉંડાણપૂર્વક આ બધા પદાર્થો વિચારવા. પ્રશ્ન : તમે ષટ્કાયની જ હિંસાની બાધા કેમ લીધી ? ઉત્તર ઃ હિંસા તો જીવની જ થાય ને ? એટલે છકાય સંબંધી સઘળા જીવની પ્રમાદથી હિંસા ન કરવાની બાધા લીધી છે. પ્રશ્ન : પણ કોઈ દોરડાને સાપ સમજીને લાકડીઓ મારે, થાંભલાને ચોર સમજીને ઘા કરે તો ત્યાં તો અજીવની પણ હિંસા થાય જ છે ને ? ઉત્તર : આયુષ્યાદિ દ્રવ્યપ્રાણોનો વિયોગ એ દ્રવ્યહિંસા છે. દોરડા વગેરેમાં તો એ દ્રવ્યપ્રાણ જ નથી, માટે હિંસા જ ક્યાં છે ? હા ! મારવાના અધ્યવસાય રૂપી ભાવહિંસા જ. બીજી વાત એ કે વ્યવહારમાં હિંસા જીવની જ ગણાય છે, જડની નહિ. “હું આ સાપને મારી નાંખું, હું આ ચોરને મારી નાંખું.” વગેરે વ્યવહાર થાય. પણ આ ઘડાને મારી નાંખું, હું આ દોરડાને મારી નાંખું.” વગેરે વ્યવહાર પ્રાયઃ થતો નથી. બાકી પરમાર્થ તો એ છે જ કે જીવમાં કે જડમાં જો મારવાનો અધ્યવસાય થાય તો એ ભાવહિંસા ગણાશે જ. પ્રશ્ન ઃ માત્ર લોકમાં જ હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કેમ ? શું અલોકમાં હિંસા ન કરવાની પ્રતિજ્ઞા નથી લેવાની ? ઉત્તર ઃ અલોકમાં જીવ જ નથી, એટલે ત્યાં હિંસાનો સંભવ નથી. અલોકમાં આપણે જઈ શકતા નથી, એટલે આપણે પણ ત્યાં જઈ શકવાના જ નથી. એટલે પ્રસિદ્ધ વ્યવહારને અનુસારે આ પ્રતિજ્ઞા લીધી છે. બાકી તો શત્રુ ઉપર ગુસ્સે થયેલો જો કોઈ ૨૬ ૩ Page #265 -------------------------------------------------------------------------- ________________ ------------------- મહાવ્રતો --------- --- ૯-૯-se-seમુગ્ધ જીવ એમ વિચારે કે “મારા દુશ્મન અલોકમાં પહોંચી જાય ને ? તો પણ હું એને માર્યા વિના રહેવાનો નથી” તો આ અલોકક્ષેત્રની અપેક્ષાએ ભાવહિંસા ગણાશે જ. પ્રશ્ન : દિવસે કે રાત્રે હિંસા ન કરવી, એનો અર્થ એવો પણ થઈ શકે ને ? કે આને મારે દિવસે નથી મારવો. રાત્રે મારીશ, જેથી કોઈને ખબર ન પડે.” આવા વિચાર પૂર્વક રાત્રે મારવામાં આવે, તો એ રાત્રિકાળની પ્રધાનતાપૂર્વકની હિંસા થયેલી ગણાય. એમ “અત્યારે તો રાત છે, એને શોધવો ભારે છે. દિવસે અમુક સ્થાને એ મળશે ત્યારે મારીશ” આમ વિચારપૂર્વક દિવસે મારવામાં આવે, તો એ દિવસકાળની મુખ્યતાથી હિંસા થયેલી ગણાય. આ અર્થ બરાબર ? ઉત્તર : હા! આ રીતે બીજી પણ જે જે વિવક્ષાઓ મળતી હોય એ બધી વિચારી શકાય. પ્રશ્ન : મૃષાવાદ બધા જ દ્રવ્યોમાં કેવી રીતે સંભવે ? ઉત્તર : એ તો સાવ સીધી વાત છે. ધર્માસ્તિકાયાદિ કોઈપણ પદાર્થ અંગે શાસ્ત્રવિરુદ્ધ પ્રરૂપણા કરીએ, તો એ મૃષાવાદ બનવાનો. આમ તમામ દ્રવ્યોમાં મૃષાવાદ સંભવે છે. (હા ! એ અંગેના અપવાદની વાત તો આપણે પૂર્વે વિચારી જ ગયા છીએ.) પ્રશ્ન : પણ અલોકમાં મૃષાવાદ શી રીતે બોલાય ? ' ' ઉત્તર : અલોકમાં જઈને મૃષાવાદ બોલવાની વાત નથી. પણ અલોકસંબંધમાં મૃષાવાદ બોલવાની વાત છે. “અલોક છે જ નહિ, હોય તો પણ એનો ક્યાંય અંત તો માનવો જ પડે...' વગેરે વગેરે બાબતો બોલવી એ અલોક સંબંધી મૃષાવાદ જ છે ને? એ જ વાત કાળસંબંધમાં પણ સમજવી. દિવસને બદલે રાત, રાતને બદલે દિવસ, તિથિની ક્ષય-વૃદ્ધિ શાસ્ત્રવિરુદ્ધ રીતે દર્શાવી.... આ બધું કાળસંબંધી મૃષાવાદ ગણાશે. હા ! એ બધામાં અપવાદમાર્ગની તો વાત જ ન્યારી છે. પ્રશ્ન : ચોરી માત્ર ગ્રહણ-ધારણીય દ્રવ્યોની જ બતાવી, એ શા માટે ? ઉત્તર : માલિકે નહિ આપેલી વસ્તુનું ગ્રહણ કરવું એ ચોરી છે. હવે જે વસ્તુ પકડી જ શકાય એમ ન હોય એની ચોરી તો શી રીતે થવાની? જે પકડી શકાય એની જ ચોરી થવાની. એટલે સૂત્રમાં લખ્યું છે કે ગ્રહણ કરી શકાય એવી વસ્તુની ચોરી... પ્રશ્ન : ચીને ભારતનો અમુક ભાગ પચાવી પાડ્યો, તો એ ચોરી જ કહેવાય છે. પણ હવે એ તો આકાશ જ છે, ખુલ્લી જગ્યા જ છે... એ કંઈ ગ્રાહ્ય નથી, તો એની ચોરી શી રીતે ગણાશે ? Page #266 -------------------------------------------------------------------------- ________________ -------------જન્મ વધ્યો....દ્વિતો...વાતો...ભાવો. ----------------- ઉત્તર : નીચેની ધરતી તો પૃથ્વીકાય જ છે. પુદ્ગલરૂપ છે. એની ચોરીનો તો સંભવ છે જ ને ? એટલે ત્યાં આકાશની ચોરી નહિ, પણ ધરતીની ચોરી ગણી શકાય. પ્રશ્ન : વિમાનો આકાશમાં પાકિસ્તાનની અંદર ઘૂસી જાય. તો ત્યારે પણ બોલાય છે કે “ભારતે ચોરી-છૂપીથી પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરી....” અહીં તો જમીન પણ નથી. માત્ર આકાશ છે. એ આકાશ પણ પાકિસ્તાની માલિકીનું ગણાય છે, માટે જ તો ત્યાં પ્રવેશ કરનાર વિમાન શિક્ષાપાત્ર બને છે. તો અહીં તો અગ્રાહ્ય આકાશની પણ ચોરી થઈ ને ? " ઉત્તર : આ બધી અપેક્ષાએ વિચારીએ તો અગ્રાહ્ય વસ્તુની પણ ચોરી ગણી શકાય ખરી, પણ મોટા ભાગે તો ગ્રાહ્ય વસ્તુઓની જ ચોરી ગણી છે, એટલે એ નિરૂપણ યોગ્ય જ છે. વળી મહત્ત્વની વાત એ કે યુદ્ધક્ષેત્રમાં પણ જમીનયુદ્ધનું મહત્વ જ વધારે છે. આકાશમાં વિમાનો ઘૂસી જાય એટલા માત્રથી વિજય નથી ગણાતો, ભૂમિદળ નીચેની જમીનને હડપ કરે, તો જ એ વિજય ગણાય છે. આકાશમાંથી વિમાનો નીચે ભૂમિદળને યુદ્ધમાં સહાયક ચોક્કસ બને, પણ અંતિમ વિજય તો ભૂમિદળના આધારે નક્કી થાય છે. આ હકીકત એ દર્શાવે છે કે પરમાર્થથી તો ગ્રાહ્ય વસ્તુની જ ચોરી ગણી શકાય. પ્રશ્ન : જેમ આખાય લોકમાં ક્યાંય હિંસા નહિ કરવાની બાધા લીધી. તેમ આખાય લોકમાં ક્યાંય ચોરી નહિ કરવાની બાધા પણ હોવી જોઈએ ને ? એને બદલે ગામમાં, નગરમાં કે જંગલમાં ચોરી નહિ કરવાની બાધા કેમ દર્શાવી ? ત્યાં પણ સવ્વ નો શબ્દ લખવો જોઈએ ને ? ઉત્તર : આમાં એમ લાગે છે કે ઘણી દૂર રહેલી વસ્તુ પર પણ દ્વેષના કારણે મારી નાંખવાના કે રાગના કારણે મમત્વના વિચારો ચોક્કસ આવી શકે. જ્યાં પોતે પહોંચી જ નથી શકવાનો, એવા સ્થાનોમાં રહેલા જીવાદિ પ્રત્યે દ્વેષ અને રાગના કારણે મારી નાંખવાના અને મમત્વના વિચારો ચોક્કસ આવી શકે, પણ એ વસ્તુ ચોરી લેવાના, માલિકને પૂછ્યા વિના તફડાવી લેવાના વિચારો મોટા ભાગે ન જ આવે. દા.ત. અમેરિકામાં બેઠેલા બુશ વગેરે ઉપર કોઈને ગુસ્સો આવે, “એ મરી જાય તો સારું' એવા વિચારો આવે. આમ દૂર રહેલી વસ્તુમાં પણ ભાવહિંસા સંભવે. એમ દૂર રહેલી વસ્તુનું ચિત્ર જોઈ કે વાતો સાંભળીને એમાં મમત્વ ઉત્પન્ન થાય એ પણ સંભવે. પણ દૂર રહેલી વસ્તુમાં “એના માલિકને પૂછ્યા વિના હું લઈ લઉં, તફડાવી લઉં” આવા વિચારો પ્રાયઃ ન સંભવે. એટલે પહેલા અને પાંચમાં મહાવ્રતમાં સંબૂનો શબ્દ લીધો છે, જ્યારે ત્રીજા મહાવ્રતમાં ને વા ના વા અને વા શબ્દ લીધો છે. આ પ્રમાણે બે વચ્ચે ભેદ સમજવો. જા જા જા જા - ૨૬૫ રાજ જજ Page #267 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો પ્રશ્ન ઃ ચોથા મહાવ્રત સંબંધમાં તમે ક્યાંય પ્રમાદ શબ્દનો ઉલ્લેખ કેમ નથી કર્યો? ઉત્તર ઃ હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહ એ રાગદ્વેષાદિ પ્રમાદથી પણ થાય અને એના વિના પણ થાય. એટલે ત્યાં પ્રમાદ શબ્દનો ઉલ્લેખ જરુરી હતો. પણ અબ્રહ્મસેવન તો રાગ વિના શક્ય નથી, એટલે બધું જ અબ્રહ્મસેવન પ્રમાદથી જ હોય છે, માટે પ્રમાદ શબ્દનો ઉલ્લેખ કરવાની જરુર નથી. આ વાત પૂર્વે જણાવી જ દીધી છે. પ્રશ્ન : સાધુઓ તો માત્ર તીર્આલોકમાં જ છે, તો એમને ઉર્ધ્વ-અધો-તિર્છા... એ ત્રણેય લોકમાં અબ્રહ્મસેવન શક્ય જ નથી, તો માત્ર તીર્હાલોકના અબ્રહ્મની જ બાધા લેવાની હોય ને ? જે અશક્ય છે, એની બાધા શું ? ઉત્તર : તમારી વાત બરાબર નથી. (૧) પશ્ચિમમહાવિદેહનો અમુક ભાગ અધોલોકમાં છે, અને એમાં સાધુઓ છે. વળી ભરતક્ષેત્રના સાધુઓ પણ જંઘાદિ લબ્ધિના બળે જ્યારે આકાશમાં ઉડી નવસો યોજનથી ઉપર જાય, ત્યારે તેઓ ઉર્ધ્વલોકમાં જ પહોંચી જાય છે. ત્યાં દેવીઓવિદ્યાધરીઓ વગેરે હોઈ જ શકે છે. આમ સાધુઓ ત્રણેય લોકમાં હોઈ શકે છે, એટલે એમને ત્રણેય લોક સંબંધી સ્ત્રીઓ સાથે અબ્રહ્મસેવનનો સંભવ તો છે જ, એટલે જ એની બાધા લેવી જરુરી છે. (૨) ભલેને સાધુ અહીં તીફ્ળલોકમાં હોય, પણ ઉર્ધ્વલોકની દેવીઓ અને અધોલોકની દેવીઓ અહીં આવી શકે છે. એ દેવીઓ સાધુ પર રાગવાળી બને કે સાધુ એમના પર રાગવાળો બને... એ રીતે તીર્આલોકમાં રહીને પણ ત્રણેય લોકની સ્ત્રીઓ સાથે અબ્રહ્મસેવન સંભવિત જ છે. એટલે એની પ્રતિજ્ઞા યોગ્ય જ છે. (૩) માનો કે સાધુ ઉર્ધ્વલોકમાં કે અધોલોકમાં ન જાય, કે ઉર્ધ્વલોકની અને અધોલોકની સ્ત્રીઓ અહીં ન આવે... તો પણ સાધુ ઉર્ધ્વલોકની દેવીઓ સંબંધી અને અધોલોકની દેવીઓ સંબંધી વાતો જાણીને-સાંભળીને એમના પ્રત્યે રાગવાળો - વિકારવાળો બની શકે ને ? માટે જ તો તે તે દેવીઓને મેળવવા માટે નિયાણા પણ સંભવિત છે જ ને ? એટલે ભાવ મૈથુન તો ત્રણેય લોકની દેવીઓ સાથે શક્ય છે, માટે એની બાધા યોગ્ય જ છે. પ્રશ્ન : મૈથુન તો રાગ ભાવથી જ થાય. એ કંઈ દ્વેષથી ન થાય. તો આ સૂત્રમાં કેમ આ પ્રમાણે લખ્યું છે કે “મૈથુન રાગથી કે દ્વેષથી થાય...’ ઉત્તર : મૈથુનસેવન વખતે રાગ હોય, એ વાત સાચી. પણ એની પાછળ દ્વેષભાવ પણ હોઈ શકે ખરો. દા.ત. કોઈક પુરુષને કોઈક સ્ત્રી પર ભયંકર દ્વેષ હોય, એ દ્વેષથી પ્રેરાઈને પુરુષ વિચારે કે “હું આને ભ્રષ્ટ કરું. એના સતીત્વના અહંકારને ભાંગી નાંખુ” અને એ રીતે ૨૬૬ Page #268 -------------------------------------------------------------------------- ________________ ------------ જન્મ બૂમો.. વિગો....નો...ભાવો... - - - - - - - - - તે બળજબરી કરે, તો આ ભારોભાર દ્વેષથી થયેલું મૈથુન સેવન છે, એમ કહી શકાય. એટલે આ રીતે દ્વેષથી પણ મૈથુન-સેવન શક્ય છે. પ્રશ્ન: જેમ મૃષાવાદ બધા જ દ્રવ્યોમાં દર્શાવ્યો, તેમ પરિગ્રહ પણ બધા જ દ્રવ્યોમાં દર્શાવવો જોઈએ ને? એને બદલે સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યોમાં જ કેમ પરિગ્રહ દર્શાવ્યો? ઉત્તર : આમ તો ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો પણ અચિત્ત દ્રવ્ય છે. છતાં વ્યવહાર એવો છે કે જે સચિત્ત હોય અને પછી અચિત્ત બનેલું હોય, એ વસ્તુ અચિત્તદ્રવ્ય ગણવી. અર્થાત્ રૂપીદ્રવ્યો અચિત્ત ગણાય. સાર એ કે અહીં સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યો તરીકે રૂપી દ્રવ્યો જ લેવા, અરૂપી દ્રવ્યો નહિ. આનું કારણ એ કે મમત્વ તો રૂપીદ્રવ્યોમાં જ થાય છે ને ? ધર્માસ્તિકાય વગેરે તો અરૂપી દ્રવ્યો છે, એમાં રાગ થતો નથી, મમત્વ થતું નથી. એટલે આ દ્રવ્યોનો ઉલ્લેખ કરેલો છે. પ્રશ્ન : આપણને તે તે જીવ પ્રત્યે મમત્વ તો થાય જ છે ને ? “આ મારો દીકરો, આ મારો શિષ્ય...” વગેરે. જીવ તો અરૂપી જ છે. તો અરૂપીમાં પણ મમત્વ શક્ય જ છે, એટલે રૂપી દ્રવ્યોમાં જ મમત્વ થાય એવો નિયમ નથી. ઉત્તર : અપેક્ષાએ તમારી વાત ખોટી નથી. પણ તે તે જીવ પ્રત્યેનું મમત્વ પણ ખરેખર તો તે તે જીવના શરીર તરફ જ વ્યક્ત થતું હોય છે. ત્યાં અરૂપી આત્મા પર મમત્વ નથી, પણ એ અરૂપી આત્મા સાથે અભેદભાવે જોડાયેલા શરીર ઉપર મમત્વ પ્રગટ થાય છે. એટલે એ દૃષ્ટિથી વિચારીએ તો રૂપી દ્રવ્યમાં મમત્વ હોવાની વાત એકંદરે ઘટી શકે છે. પ્રશ્ન : ઘણાને ખુલ્લું આકાશ જોઈને એના પર રાગ થતો હોય છે, તો આ પણ અરૂપી આકાશમાં જ મમત્વ થયું ને ? ઉત્તર : તમે જ કહો કે જે આકાશને રૂપ જ નથી, એ આકાશને કોણ જોઈ શકે ? હવે જો આંખેથી આકાશ દેખાય જ નહિ, તો એને જોઈને એના પર રાગ થવાની વાત પણ કેમ ઘટી શકે ? - આકાશમાં નીલરંગ વગેરેનો ભ્રમ થાય છે, અને એવા નીલા આકાશને જોઈને રાગ થાય છે. આમ આ મમત્વ પણ ખરેખર તો રૂપીદ્રવ્યના ભ્રમને આધારે જ છે. છતાં આ બધા નિરૂપણો વ્યવહારથી છે, એટલે અરૂપી દ્રવ્યોમાં પણ અમુક અપેક્ષાએ રાગ થતો હોય તો પણ વ્યવહારમાં તો રૂપી દ્રવ્યોનો રાગ જ પ્રસિદ્ધ અને અનુભવસિદ્ધ હોવાથી એ પ્રમાણે નિરૂપણ કરવામાં કોઈ વાંધો નથી. પ્રશ્ન : દરેક મહાવ્રતોમાં ભાવતઃ શબ્દના અર્થ રૂપે રાગ અને દ્વેષ જ જણાવેલા ૨૯-૯--૦૯--૯-૯-૯-૦૯-૦૯ - - - - ૨૬૭ ૯૯૯ - - - - - - - Page #269 -------------------------------------------------------------------------- ________________ જ --------- -----મહાવતો - -- ----------- છે. જ્યારે અહીં પાંચમાં મહાવ્રતમાં જે વા મા વા શબ્દ પણ જોડેલો છે. વસ્તુ અલ્પકિંમતની હોય કે વધુ કિંમતની હોય એ કંઈ ભાવ કહેવાય ? ભાવ તો આત્માના અધ્યવસાયરૂપ છે ને ? આ નાની-મોટી કિંમત એ કંઈ અધ્યવસાય થોડો છે ? ઉત્તર: ભાવ શબ્દના અર્થો ઘણા છે. વસ્તુના પર્યાય પણ ભાવ શબ્દથી ઓળખાય. વસ્તુ મોંઘી હોવી, સસ્તી હોવી... આ બધા એના પર્યાયો છે. જીવોને વસ્તુના આ પર્યાયોને આધારે પણ રાગ-દ્વેષ થતા હોય. ઘણી સારી વસ્તુ પણ જો સસ્તી હોય, તો એમાં તરત રાગ થાય. “આટલી સસ્તી, અને સુંદર !” એમ શ્રીમંતોને મોંઘી વસ્તુ પર રાગ થાય. વસ્તુ સસ્તી હોય, તો એમને ન ગમે. મોંઘા કપડા, મોંઘા ઘરેણા, મોંઘી ગાડી... આમ વસ્તુના આ પર્યાયોને આધારે પણ રાગાદિ ઉત્પન્ન થાય એ અનુભવ સિદ્ધ હકીકત છે. ચાલો, ઘણા બધા પ્રશ્નોના સમાધાન આપી દીધા. મૂળવાત એટલી જ છે કે સાધુએ ખરી બાધા તો માત્ર ને માત્ર ભાવહિંસા, ભાવજૂઠ, ભાવચોરી, ભાવમૈથુન, ભાવપરિગ્રહની જ કરી છે. માત્ર દ્રવ્યહિંસા, માત્ર દ્રવ્યજૂઠ, માત્ર દ્રવ્યચોરી, માત્ર દ્રવ્યમૈથુન (જો કે એ સંભવિત નથી), માત્ર દ્રવ્યપરિગ્રહની એણે બાધા લીધી જ નથી. એટલે એનું સેવન કરે તો ય એને બાધાનો ભંગ થતો જ નથી. આ વાત એકદમ સ્પષ્ટ કરવી. ભાવહિંસા એટલે નિષ્ફરપરિણામ, જીવો પ્રત્યે તિરસ્કાર-ધિક્કાર, અમૈત્રીભાવ....! ભાવજૂઠ એટલે છુપાવવાનો ભાવ, કપટનો ભાવ, કોઈને ઠગવાનો ભાવ...! ભાવચોરી એટલે વસ્તુ તફડાવી લેવાનો ભાવ, લૂંટી લેવાનો ભાવ.. ! ભાવ-અબ્રહ્મ એટલે વિકારો, વાસનાઓ, ઉત્તેજનાઓ...! ભાવ-પરિગ્રહ એટલે આસક્તિ, મમત્વભાવ... !. પ્રશ્ન : તો પછી દ્રવ્યહિંસા કરીએ, દ્રવ્યજૂઠ બોલીએ તો વાંધો નહિ ને ? ઉત્તર : એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો કે મોટાભાગે તો દ્રવ્યહિંસાની સાથે ભાવહિંસા જોડાઈ જ જાય છે. મોટા ભાગે તો દ્રવ્યજૂઠની સાથે ભાવજૂઠ જોડાઈ જ જાય છે. મોટા ભાગે તો દ્રવ્યચોરીની સાથે ભાવચોરી જોડાઈ જ જાય છે. મોટાભાગે દ્રવ્યપરિગ્રહની સાથે ભાવપરિગ્રહ જોડાઈ જ જાય છે. એટલે જો ભાવહિંસાનો ત્યાગ કરવો હોય, તો દ્રવ્યહિંસાનો ત્યાગ પણ પ્રાયઃ જરુરી જ છે. માત્ર અપવાદના સ્થાનોમાં જ આવું બને કે દ્રવ્યહિંસાદિ હોવા છતાં ભાવહિંસા જય જય જય જય ના નાના-ઉલ-જલ - - ૨૬૮ ------------------------ Page #270 -------------------------------------------------------------------------- ________________ --૨૯૯-૯--૯-૯--બ્રો.બ્રિતોનો...ભાવો.... ------------ ન હોય. બરાબર સમજી રાખો કે જેનામાં ભાવહિંસા નથી. તે દ્રવ્યહિંસા ટાળવાના જ વધુ ને વધુ પ્રયત્નો કરે. જેનામાં ભાવજૂઠ નથી, તે દ્રવ્યજૂઠ ટાળવાના જ વધુ ને વધુ પ્રયત્નો કરે. જેનામાં ભાવચોરી નથી, તે દ્રવ્યચોરી ટાળવાના જ વધુ ને વધુ પ્રયત્નો કરે. જેનામાં ભાવમૈથુન નથી, તે દ્રવ્યમૈથુન ટાળવાના જ વધુ ને વધુ પ્રયત્નો કરે. જેનામાં ભાવપરિગ્રહ નથી, તે દ્રવ્યપરિગ્રહ ટાળવાના જ વધુ ને વધુ પ્રયત્નો કરે. હા ! એ પ્રયત્નો શાસ્ત્રને નજર સામે રાખીને, શાસ્ત્રજ્ઞાન ન હોય તો સદ્ગુરુને નજર સામે રાખીને, ગૌરવ-લાઘવનો વિચાર કરીને જ કરે એ તો નિશ્ચિત વાત છે. એટલે દ્રવ્યહિંસાદિની પ્રતિજ્ઞા ન હોવા છતાં પણ દ્રવ્યહિંસાદિનો ત્યાગ કરવા શક્ય એટલો વધુ પ્રયત્ન કરવાનો જ હોય છેજ, તો જ ભાવ-અહિંસા ટકે. આ બધી વાતો પહેલા પણ કહી ગયા છીએ, છતાં ફરીથી કહીએ છીએ. કેમ કે પરિણતિની વાતો સાંભળીને જીવો પ્રવૃત્તિમાં શિથિલ બની જાય એવી શક્યતા છે. એ જીવો એમ સમજે કે “પરિણતિને માટે પ્રવૃત્તિ અત્યંત આવશ્યક છે, એની ઉપેક્ષા કરી ન શકાય” એટલે આ બાબતમાં પ્રત્યેક સંયમીએ એકદમ સાવધ બનવું જેમ પ્રવૃત્તિના અતિરેકમાં પરિણતિની ઉપેક્ષા થાય તો એ પ્રવૃત્તિ ખોટી. એમ પરિણતિના અતિરેકમાં પ્રવૃત્તિની ઉપેક્ષા થાય તો એ પરિણતિ પણ ખોટી. જેણે મરવું નથી, જીવવું છે... એણે મરવાના કારણો – ઝેર વગેરેનો સજ્જડ ત્યાગ કરવો જ પડે. ઝેર ખાવા છતાં પણ કોઈક જીવી ગયા હોવા છતાં જીવવાની ઈચ્છાવાળો દરેક માણસ ઝેરથી દૂર જ રહે છે. એમ જેણે પરિણતિઓ ટકાવવી છે, જેણે ભાવહિંસાદિ દોષો સેવવા નથી, એણે એ ભાવહિંસાના કારણોનો – દ્રવ્યહિંસાદિનો સજ્જડ ત્યાગ કરવો જ પડે. દ્રવ્યહિંસા થવા છતાં ભાવહિંસા વિનાના પણ જીવો મળે ખરા, છતાં પ્રત્યેક અહિંસકે – ભાવ-અહિંસાના પુજારીએ દ્રવ્યહિંસાથી દૂર રહેવું યોગ્ય છે. જે સંયમીઓ આ પ્રવૃત્તિ - પરિણતિના ક્ષેત્રમાં, ક્રિયા-જ્ઞાનના ક્ષેત્રમાં, ઉત્સર્ગઅપવાદના ક્ષેત્રમાં વિવેક ગુમાવે છે. એક બાજુ ઢળી પડે છે તેઓ મોક્ષમાર્ગને ચૂકી જાય છે. આ જ કારણસર અધ્યાત્મસારમાં આ વાત બહુ જ સ્પષ્ટપણે કરવામાં આવી છે કે उत्सर्गे वाऽपवादे वा, व्यवहारेऽथ निश्चये । ज्ञाने कर्मणि वाऽयं चेन्न तदा ज्ञानगर्भता। ઉત્સર્ગ -અપવાદાદિ જો કોઈપણ પદાર્થમાં એકાન્ત પકડાઈ જાય, તો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ ટકતો નથી. - જેની પાસે શાસ્ત્રજ્ઞાન ન હોવાથી આ બધી ઉંડી સમજણ નથી, એમના માટે Page #271 -------------------------------------------------------------------------- ________________ જા જા જા જા મહાવતો જા જા જ ઉપાધ્યાયજીએ કહ્યું છે કે ૩પવાર તથાથમીષ્ઠ તી નિશ્રયા ઉપચારથી અગીતાર્થ સાધુ પણ જ્ઞાન ગર્ભિત વૈરાગ્યવાળો ગણાય, જો એ ગીતાર્થની આજ્ઞામાં – નિશ્રામાં બરાબર વર્તતો હોય.. વળી તમે જ કહો કે જે માણસ મહીને-મહીને એકાદ ખૂન કરતો હોય, ઘરે મા-બાપ વગેરેને મારતો હોય, કીડી-મંકોડાને પગ નીચે છૂંદી નાંખતો હોય... તો તમે એને શું કહેશો ? નિપુર, ઘાતકી, હિંસક જ કહેશો ને ? તો આ તો દ્રવ્યહિંસાના આધારે ભાવહિંસાની જ તમે કલ્પના કરી ને ? જે માણસ વાતે વાતે જૂઠ બોલે, જૂઠ લખે, બોલે કંઈ અને કરે કંઈ... એને તમે કપટી-મૃષાવાદી જ કહેશો ને? જે માણસ તિજોરીઓ તોડીને પૈસા ચોરતો પકડાય, કોઈકનું પાકીટ ચોરતો પકડાય, સ્મગલીંગ કરતા પકડાય... તો તમે એને ચોર જ કહેશો ને ? જે માણસને તમે અબ્રહ્મ સેવતા જોયો નથી, છતાં જેને વેશ્યાવાડે જતો જોયો છે, જેના થેલાદિમાં બિભત્સ ફોટાઓ અને લખાણો જોયા છે, જેને રૂપવાન સ્ત્રીઓ તરફ ધારી ધારીને જોતો જોયો છે, જેના મોઢેથી ખરાબ શબ્દો બોલતા તમે સાંભળ્યા છે... એ માણસને તમે અબ્રહ્મચારી જ માનશો ને? “ના, ના. એ બ્રહ્મચારી પણ હોઈ શકે” એવું માની શકશો ખરા ? જે માણસ ક્યાંય પૈસો પણ ન ખરચે, સવારે આઠથી રાત્રે દસ વાગ્યા સુધી ધંધા માટે દોડાદોડ કરે, કરોડો રૂપિયાના ફલેટમાં, આલિશાન ફર્નિચરમાં જ જે મસ્ત દેખાય, વીંટી-એન-કડું વગેરે સુવર્ણના આભૂષણો જે સતત પહેરીને ફરે... આવા માણસને શું તમે નિઃસ્પૃહ માની શકશો ? એને લાલચ-પરિગ્રહી જ કહેશો ને ? આના ઉપરથી સ્પષ્ટ રીતે એ વાત નક્કી થાય છે કે પરિણતિની જ વાતો કરનારાઓ, પ્રવૃત્તિને તદન તુચ્છ માનનારાઓ પણ પોતાના જીવનમાં તો બધે જ ખરાબપ્રવૃત્તિને આધારે ખરાબ પરિણતિનું જ અનુમાન કરી લેતા હોય છે, તો એમણે એ પણ સમજી લેવું જોઈએ કે જો એમનામાં પણ ખરાબ પ્રવૃત્તિ ચાલુ હોય તો એમને ખરાબપરિણતિ જ હોવાની ને ? “પ્રવૃત્તિ ઉધી છતાં પરિણતિ સીધી” આવું જો તેઓ બીજામાં નથી માનતા, તો પોતાનામાં શી રીતે માની શકે ? ખૂબ ખૂબ ખૂબ શાંતચિત્તે આ પદાર્થ વિચારવો. પ્રશ્ન : હિંસા વગેરે બધામાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળને ઘુસાડવાની શી જરૂર ? " ઉત્તર : ઘણીવાર દ્રવ્ય,ક્ષેત્ર, કાળને આધારે જ તે તે હિંસાના ભાવો તીવ્ર બનેલા - - - - - - - - - - - ૨૭૦ - - - - - - - - - - - - - - Page #272 -------------------------------------------------------------------------- ________________ જલ------------ બ્રો..વિત...વાતો ...ભાવો . ------------- હોય છે. માટે તેનો દરેક દરેકમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. આ વાત વિસ્તારથી સમજીએ. (૧) દ્રવ્યની પ્રધાનતાએ ભાવહિંસા એક શિષ્યને પોતાના ગુરુ ઉપર ભયંકર ક્રોધ જાગ્યો. “એ મારી રાબ પી ગયા, હું એમની દાઢ તોડી નાંખીશ..” આ ગુસ્સો ગુરુ ઉપર અને એ કરતા પણ ગુરુની દાઢ ઉપર હતો. છેવટે મરેલા ગુરુની પણ દાઢ તોડી નાંખીને જ એને સંતોષ થયો. આમ આમાં જે ભાવહિંસા છે, તે મુખ્યત્વે ગુરુ કે ગુરુની દાઢ નામના દ્રવ્યના આધારે છે. એક બ્રાહ્મણીને પોતાના સગા દીકરા ઉપર જ પૂર્વભવના વેરને કારણે સખત દ્વેષ ! એને જયાં જૂએ, જ્યારે જૂએ ત્યારે મારે. સંયમીને પણ અમુક વ્યક્તિ પ્રત્યે એવો દ્વેષભાવ પ્રગટે.... તો એ તે દ્રવ્યની પ્રધાનતાએ ભાવહિંસા ગણાય. (૨) ક્ષેત્રની પ્રધાનતાએ ભાવહિંસા: ગધેડો આખા ગામમાં ફરે તોય ખેડુતને કોઈ વાંધો નથી. પણ એ ગધેડો ખેતરમાં ઘૂસીને પાક બગાડે તો ખેડુત એને મારે. એ ગધેડો બીજાનો પાક બગાડે, તો વાંધો નહિ, પણ અહીં તો એ પોતાનું ખેતર, એમાં રહેલા પાકને બગાડે છે. એટલે ખેડતને એ ગધેડા ઉપર ભાવહિંસાનો અધ્યવસાય પ્રગટે છે. પાકિસ્તાનીઓ પાકિસ્તાનની સરહદમાં રહીને ગમે તે કરે, એનો કોઈ જ વાંધો ભારતીય સૈનિકો લેવાના નથી. પણ જો તેઓ ભારતની સરહદમાં ઘૂસે, તો તરત ગોળી મારી શૂટ કરી દેવામાં આવે. કુતરો કે સાપ કે ભૂંડ કે ઉંદરડા કે બિલાડી ઉપાશ્રયની બહાર ભલે ને ગમે ત્યાં ફરે, ગમે ત્યાં વિષ્ઠા કરે... સંયમીને એનો કોઈ વાંધો હોતો નથી. પણ કુતરો, ભૂંડ, ઉંદર ઉપાશ્રયમાં ઘૂસે, અને સંયમીને વિચાર આવે કે “આ ક્યાં અંદર ઘુસી ગયો. એને ગમે તે રીતે બહાર કાઢું...” તો એ ભાવહિંસા જ છે ને ? રે ! કુતરો વગેરે પશુઓ જો સંયમીની જગ્યાથી દૂર હોય તો હજી એને વાંધો ન હોય, પણ સંયમીની જગ્યાની નજીકમાં જ આવે, ત્યાં જ બેસી જાય તો સંયમીને એના તરફ દ્વેષ પ્રગટી શકે. “આ મારી ઉપધિ બગાડશે, મને કરડી ખાશે, ઉપાશ્રય બગાડશે...” વગેરે વગેરે વિચારોના લીધે એને ગમે તે રીતે ભગાડવાની ઈચ્છા થાય તો આ પણ ભાવહિંસા જ છે ને ? (હા ! સંયમરક્ષાના ખરા ભાવથી તિર્યંચને બહાર કાઢે તો દોષ નથી. પણ ઉપધિ-ઉપાશ્રયશરીર પ્રત્યેના મમત્વભાવથી પ્રેરાઈને જો સંયમી આ બધું કરે કે તે તે પશુઓ પ્રત્યેના સાહજિક અણગમાથી જ પ્રેરાઈને સંયમી આ કરે તો તો એને ભાવહિંસાદોષ લાગવાનો જ.) Page #273 -------------------------------------------------------------------------- ________________ આ બધામાં ક્ષેત્રની પ્રધાનતાએ ભાવહિંસાદોષ પ્રગટેલો છે. (૩) કાળની પ્રધાનતાએ ભાવહિંસા : રાજાઓ વિચારે કે “જો હું શિયાળામાં યુદ્ધ કરીશ, તો ફાવી જઈશ, પણ ઉનાળામાં નહિ ફાવું” આમ તે તે કાળ પોતાને અનુકૂળ અને શત્રુપક્ષને પ્રતિકૂળ જાણીને એ જ કાળમાં યુદ્ધ કરવાનો સંકલ્પ કરે, તો એ કાળની અપેક્ષાએ ભાવહિંસા છે. કારગીલના યુદ્ધ વખતે એવું જાહેર થયેલું કે “અત્યારના સમયે યુદ્ધ કરવામાં ભારતને ફાવટ નહિ આવે. કેમ કે આ કાળમાં પવન પાકિસ્તાનથી ભારત તરફ વાતો હતો. એટલે ભારતે છોડેલા મીસાઈલો પવનના કારણે લક્ષ્ય સુધી બરાબર ન પહોંચે... એ સંભવિત છે.” જોયું ને ? અહીં પણ કાળની પ્રધાનતાએ જ યુદ્ધ કરવાની વિચારણા છે. સંયમજીવનની દૃષ્ટિએ વિચારીએ તો “આ ઉનાળાથી ખૂબ હેરાન થઈ ગયા. હવે તો ધોધમાર વરસાદ પડે તો સારું. શાંતિ થાય...” આ વિચારોમાં ભાવહિંસા છે. સંયમી જાણે છે કે પુષ્કળ વરસાદ પડે, એમાં પકાયની હિંસા થાય છે. એટલે ધોધમાર વરસાદની ઈચ્છા રાખવામાં ગર્ભિત રીતે ષકાયની હિંસાનો પરિણામ ધરબાયેલો છે. વરસાદ રાત્રે જ પડે તો સારુ. દિવસે પડે તો ગોચરી-પાણી-ઠલ્લે-દેરાસર વગેરે બધી બાબતમાં હેરાન થવું પડે છે. રાત્રે પડે તો આપણને કંઈ નડે નહિ...” અહીં પણ દિવસે વરસાદ ન જ પડવો જોઈએ એવી ઈચ્છા અને રાત્રે જ વરસાદ પડવો જોઈએ એવી ઈચ્છા... આ બધું ભાવહિંસા રૂપ છે. કેમ કે આ બંને પ્રકારમાં અમુક અમુક રીતે હિંસા છે જ, અને છતાં સંયમી એના વિચાર કરે છે. આ આખી ભાવહિંસામાં દિવસ-રાત, શિયાળો ઉનાળો વગેરે પ્રધાનતા ધરાવે છે, એ તો ચોખ્ખો પદાર્થ છે. શિયાળાના દિવસો સારા, એમાં લોકો ખજૂરાદિ, ડ્રાયફૂટ વાપરે, જાતજાતના પાક વાપરે, એ બધું આપણને પણ વહોરાવે. ઉનાળામાં તો કશું ન મળે...” આમાં ડ્રાયફ્રુટથી બનતા ખજુરપાક વગેરેની આશક્તિનો ભાવ છે, એના કારણે બધાની એ પાક બનાવવાની પ્રવૃત્તિની અનુમોદના પણ ભેગી છે. અર્થાત્ આ ભાવહિંસા છે. કેમ કે પાક બનાવવા વગેરેમાં તો ચિક્કાર હિંસા છે જ, અને સંયમી એની અનુમોદનાના વિચારમાં ચડી ગયો. આ આખી ભાવહિંસા શિયાળા નામના કાળની પ્રધાનતાએ છે. એ જ રીતે કોઈકને કેરીની આસક્તિના કારણે “ઉનાળો આવે તો સારુ, જેથી બધા પુષ્કળ કેરીનો રસ કાઢે...” વગેરે વિચારો આવે. (૪) ભાવની પ્રધાનતાએ ભાવહિંસા: જીવો પ્રત્યેનો નિષ્કર પરિણામ એ ભાવહિંસા કકકકકકકક કકકજલ - - ૨૭૨ કલાકમાં જ જ Page #274 -------------------------------------------------------------------------- ________________ –ઓ...સ્થિતઓ...હાલો...માવો... છે જ. છતાં આમાં આ રીતે પણ વિચારી શકાય કે બીજાઓના રાગ-દ્વેષાદિ ભાવને આધારે જો એને મારી નાંખવાદિ વિચારો આવે, તો એ બીજાઓના ભાવની પ્રધાનતાએ ભાવહિંસા ઉત્પન્ન થઈ કહેવાય. દા.ત. “પેલો માણસ મારા પૈસા પડાવી લેવા માંગે છે, પેલો રાજા મારી રાણીમાં અત્યંત રાગી બન્યો હોવાથી એને ઉંચકી જવા માંગે છે. તો હું એ માણસને, એ રાજાને મારી નાંખું...” અહીં તે માણસના કે તે રાજાના રાગભાવને જોઈને એમને મારી નાંખવા રૂપ ભાવહિંસા ઉત્પન્ન થાય છે, એટલે એ ભાવની પ્રધાનતા એ ભાવહિંસા કહેવાય. એ માણસ મને મારી નાંખવા માટે તલસે છે. એને મારા પ્રત્યે સખત દ્વેષ છે. જો હું એને જ મારી નહિ નાંખુ તો એ મને મારી નાંખશે...” આમ બીજાના દ્વેષભાવને જોઈને જ એને મારી નાંખવાનો વિચાર પ્રગટ થાય એ ભાવની પ્રધાનતાએ ઉત્પન્ન થયેલી ભાવહિંસા છે. આપણે રસ્તામાંથી પસાર થઈએ અને કુતરાઓ શાંત ઉભા રહે, તો આપણે પણ શાંતિથી ચાલ્યા જઈએ. પણ કુતરાઓ એકદમ નજીક ધસી આવે, બચકું ભરવા તૈયાર થાય ત્યારે તરત એને દાંડો મારવાનો કે પત્થર મારવાનો વિચાર આવે. અહીં કુતરાના આપણા તરફના હિંસકભાવને લીધે જ આપણને એના તરફ હિંસાનો ભાવ પ્રગટેલો છે. એ જ વાત સાપ, બિલાડી વગેરેમાં પણ વિચારી લેવી. ‘મુસ્લિમો, ખ્રિસ્તીઓ આપણને મારી નાંખવા ઈચ્છે છે, માટે એમને જ ખતમ કરી દેવા જોઈએ. એમની દયા ખાવા જેવી નથી.” આવા વિચારો એમના આપણા પ્રત્યેના ખરાબ ભાવને આધારે પ્રગટેલા છે, માટે એ ભાવપ્રધાનતાએ ભાવહિંસા ઉત્પન્ન થયેલી ગણાય. સૂક્ષ્મદ્રષ્ટિથી આ પદાર્થો વિચારવા. (૧) દ્રવ્યપ્રધાનતાએ ભાવઠ : ગોચરીમાં ભાવતું શાક આવેલું દેખાય, ત્યારે જો પોતાને બીજું શાક અપાતું હોય, તો સંયમી કહી દે કે “આ મારે પ્રતિકૂળ છે, વાયુ થાય છે.” એમ ભાવતી મીઠાઈ જોઈને, બીજી મીઠાઈ અંગે બોલે કે “આ મીઠાઈ વાપરવાની મને ડોક્ટરે ના પાડી છે...' પાતળા-લીસા વસ્ત્રો વાપરવા માટે સંયમી ફરિયાદ કરે કે “આ જાડા વસ્ત્રોથી ચામડી છોલાય છે, કાપ કાઢવામાં પણ મુશ્કેલી પડે છે, જાડા વસ્ત્રો આપણા માટે બનતા હોવાથી દોષિત છે....” આવા ઢગલાબંધ પ્રસંગોમાં તે તે દ્રવ્યની પ્રધાનતાએ ભાવજૂઠ ઉત્પન્ન થાય છે. એમ કોઈક વ્યક્તિ પ્રત્યે દ્વેષ હોય તો એના દોષો જોવાની, દોષો બોલવાની પ્રવૃત્તિ થાય. ગમે તે રીતે એની ભૂલો કાઢીને એની નિંદા કરવામાં આવે કે “એ ભલે ને તપ *****£62 Page #275 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * મહાવતો કે કરે, પણ દોષિત લે છે, સ્ત્રી સાથે પરિચય ઘણો છે... એ ભલે ને ઘણું ભણે, પણ ખાવાનો લંપટ છે... એ ભલેને શાસનપ્રભાવનાની વાતો કરે, પણ સંઘ તો એનાથી ત્રાસી ગયો છે... એ ભલે ને વૈયાવચ્ચની વાતો કરે, પણ એ વૈયાવચ્ચના બહાના હેઠળ પોતાના સ્વાર્થ સાધી લે છે...” આ બધામાં તે તે વ્યક્તિરૂપી દ્રવ્ય તરફના દ્વેષભાવને કારણે ભાવજૂઠ પ્રગટ થાય છે. (૨) ક્ષેત્રપ્રધાનતાએ ભાવજૂઠ: ઉપાશ્રયમાં અમુક સ્થાન ખૂબ જ ગમી જવાથી સાધુ કહે કે “મને પિત્તની ખૂબ તકલીફ છે. એટલે પવનવાળી જગ્યાએ બેસવું પડશે...” ઉપાશ્રયમાં એકાંતસ્થાનમાં બેસીને ભક્તો વગેરે સાથે ખાનગી વાત કરવાની ઈચ્છાથી સાધુ કહે કે “બધાની વચ્ચે મારે સ્વાધ્યાય થતો નથી, એટલે હું એકલો, જૂદો બેસું છું, જેથી સ્વાધ્યાય સારો થાય...” અમુક સંઘ એ સંયમીને ખૂબ ગમી જાય, ત્યાં એની ઈચ્છાઓ પૂર્ણ થતી હોય એટલે સાધુ કહે કે આ સંઘ, આ ક્ષેત્ર સંયમની દષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. અહીં પંડિતો મળતા હોવાથી સ્વાધ્યાય પણ સારો થાય છે. અહીંના સંઘનો મારા માટે ખૂબ આગ્રહ છે...” આ બધુ ક્ષેત્રની પ્રધાનતાએ ભાવજૂઠ છે. એમ અમૂક ક્ષેત્રમાં ચોમાસુ કરવું ન હોય, છતાં ગુરુ એ જ સ્થાને ચોમાસું કરવાનું કહે તો સાધુ કહે કે “આ ક્ષેત્રમાં મને માંદગી આવી જાય છે, અહીંનું પાણી સારું નથી... અહીં ગોચરીના ઠેકાણા નથી... અહીં ઠલે માટેની જગ્યા મળતી નથી.....અહીંના ટ્રસ્ટીઓ વિચિત્ર છે...” ક્ષેત્ર પ્રત્યેના અણગમાના કારણે સાધુ જો. આવા જાતજાતના બહાના કાઢે તો એ ક્ષેત્રની અપેક્ષાએ ઉત્પન્ન થયેલુ ભાવજૂઠ કહેવાય. એક કિ.મી. દૂર ગોચરી જવાનું હોય, ત્યારે સાધુ થાકનો, સમય બગાડનો, વિલંબ થવાનો ભય ઉભો કરે અને એ રીતે દૂર જવાનું ટાળવા પ્રયત્ન કરે તો આ પણ ક્ષેત્રની અપેક્ષાએ ઉત્પન્ન થયેલું ભાવજૂઠ છે. એનાથી ઉંધુ એ કે ભક્તના ઘરે લાભ આપવા જવું હોય, એ ઘર દૂર હોય તો “દૂર જઈએ તો નિર્દોષ મળે, માટે હું દૂર જાઉં છું...” વગેરે બહાના કાઢીને દૂર જાય તો એ પણ ક્ષેત્રાપેક્ષાવાળું ભાવજૂઠ જાણવું. (૩) કાળપ્રધાનતાએ ભાવજુઠ : સવારે પાણી લાવવાનું કામ ન ફાવતું હોય તો સાધુ વ્યવસ્થાપકને કહે કે... મારે સવારે જ પાઠ છે... માટે હું સવારનું પાણી નહિ લાવું. બપોરનું વધારે કહેશો તો પણ લાવીશ...” કોઈને વળી બપોરનો તાપ સહન કરવો ન હોય એટલે પિત્તાદિનું બહાનું કાઢી સવાર-સાંજનું કામ જ સ્વીકારે, બપોરની ગોચરીનું નહિ. ※※※※※※※※※※※※※※398 ※※※※※※※※※※※※※※ Page #276 -------------------------------------------------------------------------- ________________ જ્બો...વિતો...હાલો...માવઓ... કોઈકને સવારનો જ વિહાર ગમતો હોય, સાંજનો વિહાર ન ગમતો હોય તો “વચ્ચે કોઈ જગ્યા નથી મળતી, માટે સવારે જ પાંચ-છ કિ.મી. વધારે ચાલવું પડશે. પછી સાંજે વિહાર નહિ કરીએ...” વગેરે બહાના કાઢી સાંજનો વિહાર ઉડાવે. કોઈકને વળી સાંજનો જ વિહાર ફાવે, તો એ એમ કહે કે “સવારે વિહાર કરીએ તો થાકના કારણે આખો દિવસ બગડે છે, સ્વાધ્યાય થતો નથી. એના કરતાં સાંજે જ વિહાર કરીએ તો જઈને આરામ જ કરવાનો હોય એટલે આખો દિવસ ન બગડે. બીજા દિવસે સવારે સ્વસ્થ થઈ જઈએ... માટે સાંજનો જ વિહાર કરવો...' કોઈક પ્રમાદી સંયમીને એક કલાક કરતા વધારે ભણવું ન હોય, એટલે જ્યારે ગુરુ એને બે-ત્રણ કલાક પાઠ લેવાની સલાહ આપે ત્યારે અવનવા બહાના કાઢીને પણ એક કલાક કરતા વધારે તો પાઠ ન જ લે. એનો પ્રમાદ એને વધુ પાઠ લેતા અટકાવે... આમ આ બધાં કાળની પ્રધાનતાની દૃષ્ટિએ ભાવજૂઠ બને. ,, માંડલીના કામમાં પણ કોઈક સંયમી ગણતરી કરે કે બીજા બધાને જે કામ સોંપાયા છે, એ અડધો-પોણો કલાકના કામો છે. જ્યારે મને જે કામ સોંપાયુ છે, એ અડધો-પોણો કલાકનું નહિ, પણ એક-સવા-દોઢ કલાકનું છે.... તો હું શા માટે વધુ સમયવાળું કામ કરું ?..” અને એ સંયમી માંદગીના કે સ્વાધ્યાયના કે અશક્તિ વગેરેના બહાના હેઠળ એ કામ રદ કરવા પ્રયત્ન કરે. આમાં પણ કાળની પ્રધાનતાએ જ ભાવજૂઠ ઉત્પન્ન થાય છે. જો બધા સંયમીઓને એના જેટલું જ મોટું કામ સોંપાતુ હોત તો આ સંયમી પણ એટલું કામ કરત. (૪) ભાવપ્રધાનતાએ ભાવજૂઠ : મનમાં ગુર્વાદિ પ્રત્યે અરૂચિ-અસદ્ભાવ થયા હોય છતાં એની આલોચના ન કરે, (પ્રાયશ્ચિત્તદાતા ગુર્વાદિને ન જણાવે). ગુરુ પૂછે કે ‘તને મારા પ્રત્યે કંઈક અસદ્ભાવ છે ? જે હોય તે કહી દે, ચિંતા ન કરીશ.” પણ સંયમી ગમે તે રીતે એ વાત છુપાવે. “આપ તો મારા ઉપકારી છો, આપને માટે મને અસદ્ભાવ હોય જ નહિ.” એમ કહે. અહીં પોતાના ખરાબભાવોને છુપાવવા માટે એ જૂઠનો આશરો લે છે, ભાવજૂઠ સેવે છે. એમ મનમાં જાગતા વિકારો, લાલસાઓ અંગે પણ સમજી લેવું. રુક્મિણી સાધ્વીએ પોતાના વિકારભાવને છુપાવવા માટે જૂઠ બોલ્યું ને ? કે “એ રાજકુમાર કોણ હતો, એ જોવા માટે જ મેં એ દૃષ્ટિપાત કરેલો. મને કોઈ વિકાર હતો જ નહિ.” એમ કોઈપણ પ્રત્યે અંદ૨ ઈર્ષ્યા-ક્રોધાદિ ભાવ ચાલતા હોય, છતાં બહાર એની સાથે ગાઢ મૈત્રી, પ્રશમભાવ હોવાનો દેખાવ કરીએ, એવા શબ્દો ઉચ્ચારીએ... આ બધું પણ ભાવની પ્રધાનતાએ ભાવજૂઠ છે. જેમ પોતાના ભાવોની પ્રધાનતાએ ભાવજૂઠ ઉત્પન્ન થાય, તેમ બીજાના ભાવોની *** ૨૭૫ ** ***** Page #277 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો પ્રધાનતાએ પણ ભાવજૂઠ ઉત્પન્ન થાય. જેમ કે “જો હું મારા મનના પાપોની આલોચના ગુરુ પાસે લઈશ, તો ગુરુને મારા પ્રત્યે અસદ્ભાવ થશે, ગુરુને મારા પ્રત્યે ગુસ્સો આવશે... માટે મારે એ છુપાવીને સીધી સાદી આલોચના કરવી.” આવા વિચારવાળી સંયમી આલોચના કરે. અહીં ગુરુના મનના અસદ્ભાવ, ક્રોધ આદિ ભાવોને વિચારીને સાધુ ભાવજૂઠનો આશરો લે છે. “જો પેલા સંયમીને હું મારા જોરદાર સ્વાધ્યાયની વાત કરીશ, તો એ પણ ભણવા માટે પુષ્કળ ઉલ્લાસવાળો બનીને ભણવા માંડશે. પણ એમ થશે તો એ મારાથી આગળ જશે,... એના બદલે એ પૂછે તો પણ મારે મારા સ્વાધ્યાયની વાત ન કહેવી. ‘કોઈ વિશેષ સ્વાધ્યાય થયો નથી. ઠીક થોડું ઘણું ભણ્યો છું. ભણવા કરતા તો તપ-જપ સંયમનું આચરણ લાખગણું સારું.' એમ કહીશ. એટલે એને ભણવાનો ઉલ્લાસ ન જાગે, એટલે એ મારા કરતા આગળ ન જાય” આવા વિચારોવાળો સંયમી પણ ભાવજૂઠ સેવનારો બને છે. અને એ ભાવજૂઠ સામેવાળાના સ્વાધ્યાય-ઉલ્લાસ રૂપી ભાવને નજર સામે રાખીને ઉત્પન્ન થયેલું છે. એ સ્પષ્ટ જ છે. (૧) દ્રવ્યપ્રધાનતાએ અદત્તાદાન : ગોચરી વહોરવા ગયા અને મનભાવતી વસ્તુ મળી ગઈ, એ વસ્તુ વડીલોને આપવી ન પડે, પોતે જ ખાઈ શકે એ માટે ગુર્વાદિને બતાવ્યા વિના પોતે વાપરી લે, અથવા તો ગુર્વાદિને બતાવ્યા બાદ પણ હોંશિયારીપૂર્વક પોતાની જગ્યાએ મૂકી દે. માંડલીના વ્યવસ્થાપકને એ વસ્તુ ન આપે, ગુર્વાદને પૂછ્યા વિના જ ખાનગીમાં એ વસ્તુ પોતાની પાસે સંઘરી રાખે. 66 આ મુમુક્ષુ શ્રીમંતઘરનો છે, દેખાવડો છે, હોંશિયાર છે. વૈયાવચ્ચી છે. આ જો મારો શિષ્ય બને તો એના લીધે મને યશ-કીર્તિ-પ્રતિષ્ઠા મળે, એ મારી વૈયાવચ્ચ પણ કરે. પણ એ તો બીજા કોઈ પાસે ધર્મ પામેલો છે. એને મારા તરફ આકર્ષવો પડશે...” વગેરે વિચારોથી એ મુમુક્ષુને આકર્ષવાની પ્રવૃત્તિ થાય, અને એ જેનો શિષ્ય બનવાનો હતો, એના તરફ ગમે તે રીતે અરૂચિ ઉત્પન્ન કરાવીને, એ ગુરુની રજા-સંમતિ વિના જ આ મુમુક્ષુને પોતાનો શિષ્ય બનાવી લેવાય. આ રીતે તે સારી વસ્તુઓ, મુમુક્ષુ વગેરે રૂપ દ્રવ્યની પ્રધાનતાએ ભાવચોરી આચરેલી કહેવાય. ટુંકમાં બોલપેન, ટેબલ, પાટ, વસ્ત્રો વગેરે કોઈપણ વસ્તુ ગમી જવાથી એના માલિકને પૂછ્યા વિના જ એ વસ્તુ લઈ લેવામાં આવે તો એ દ્રવ્યની પ્રધાનતાએ ભાવચોરી કરેલી કહેવાય. (૨) ક્ષેત્રપ્રધાનતાએ ભાવ-અદત્તાદાન : ઉપાશ્રયમાં અમુક જગા આપણને ગમી ગઈ, પણ ત્યાં બીજો સંયમી બેઠો હોય, એની ઉપધિ-પાત્રાદિ ત્યાં પડેલા હોય. એ સંયમી ૧૨૭૬ * * *** Page #278 -------------------------------------------------------------------------- ________________ તત્વઓ...શ્રિતઓ...હાલો...માવો... નાનો હોય કે મોટો. પણ અત્યારે તો એ જગ્યાની માલિકી એની ગણાય છતાં એ વખતે એ સંયમીને પૂછ્યા વિના એની ઉપધિ હટાવી દઈને આપણે ત્યાં બેસી જઈએ, તો એ ક્ષેત્રની અપેક્ષાએ ભાવચોરી કહેવાય. એમ અમુક સ્થાનમાં ચોમાસું કરવાની આપણને ઈચ્છા થાય, પણ ત્યાં બીજાનું ચોમાસું નક્કી થયું હોય તો સંઘના આગેવાનોને ગમે તેમ સમજાવીને એમનું ચોમાસું ૨૬ કરાવીને ત્યાં ચોમાસું કરવું એ પણ ક્ષેત્રની પ્રધાનતાએ ભાવચોરી છે. વ્યાખ્યાનાદિમાં કે ગોચરીમાંડલી વગેરેમાં વડીલોની જગ્યાએ નાના સાધુ બેસી જાય, એ અંગે પ્રમાદવાળા બને.. એ પણ ક્ષેત્રની દૃષ્ટિએ ભાવચોરી છે. કેમ કે તે તે સ્થાને બેસવા માટેની લાયકાત એમની હોવા છતાં નાના સાધુ પ્રમાદાદિને લીધે ત્યાં બેસી ગયા. ઉપાશ્રયોમાં પણ જે સ્થાન ગુરુને કે વડીલોને ઉચિત હોય, એ સ્થાને ગુરુ કે વડીલો બેસવા ઈચ્છતા હોય, તે સ્થાને નાના સાધુઓ બેસી જાય... એ પણ ક્ષેત્રની અપેક્ષાએ ભાવચોરી કહેવાય. ઉપાશ્રયમાં પૂર્વે બીજા સંયમીઓ હાજર હોય તો ત્યાં પહોંચ્યા બાદ આપણે એ બધાની રજા લઈને એ જે સ્થાનની રજા આપે, ત્યાં જ રહેવાય. એને બદલે જો આપણે એ પૂર્વે વિદ્યમાન સંયમીઓની રજા લીધા વિના જ ત્યાં ઉતરીએ.... તો એ પણ ક્ષેત્રની પ્રધાનતાએ ભાવચોરી છે. (૩) કાળપ્રધાનતાએ ભાવ-અદત્તાદાન : કોઈપણ સંઘમાં અમુક દિવસ રોકાવાનું કહીને ઉતરીએ, અને પછી વધારે રોકાવાની ઈચ્છા થાય તો સંઘની રજા લેવી પડે. એને બદલે જો સંઘની રજા વિના ત્યાં વધુ રોકાઈએ તો એ કાળની અપેક્ષાએ ભાવચોરી ગણાય. કોઈક સંયમીનો બીજા સંયમી પાસે એક-બે કલાક પાઠ ચાલતો હોય, એ જ વખતે એ પાઠકની સાથે આપણે પણ વાતો કરીએ, એના કારણે ભણનાર સંયમીનો એટલો સમય પાઠ કપાય, એને ન ગમે છતાં એ કહી ન શકે, અગત્યની વાત હોય તો પણ એ ભણનારની સંમતિ વિના જ પાઠક સાથે વાતો કરીએ તો એ બધું જ કાળની અપેક્ષાએ ભાવચોરી કહેવાય. એમ કોઈ પંડિતજી બે-ત્રણ કલાક ભણાવવા આવવાના હોય, બીજા સંયમીઓના પાઠો નક્કી થઈ ગયા હોય, ત્યારે આપણે ગુર્વાદિ દ્વારા કોઈકનો પાઠ રદ કરાવીને કે એનો સમય ઓછો કરાવીને પાઠ લઈએ... ભણાવવા આવેલા પંડિતજી સાથે વાતોમાં વળગીને ભણનારાના પાઠનો સમય બગાડીએ... નવથી દસ વ્યાખ્યાનનો સમય જાહેર કરીને છેક સાડાદસ સુધી વ્યાખ્યાન ચલાવીએ, ગૃહસ્થો ઉઠવા માંગે તો પણ ઉઠી ન શકે એવી દશા ઉભી કરીએ, એના ૨૭૭ Page #279 -------------------------------------------------------------------------- ________________ -૦૯-ર-------------------- મહાવ્રતો કે- ૯-૯--૨લ--૯-૯---- કારણે તેઓએ દસને બદલે વધુ સમય સુધી ઈચ્છા ન હોવા છતાં બેસવું પડે. કોઈ સંયમી પ્રત્યે ઈર્ષ્યા હોય તો એને ગોચરીમાંડલીમાં ઓછી ગોચરી આપવી, મોડી ગોચરી આપવી, વધુ સમય લાગે એવું કામ સોંપવું. એ રીતે એનો સમય બગડે એ માટેનો પ્રયત્ન કરવો. એ બધું જ કાળની અપેક્ષાએ ભાવચોરી જ છે ને ? આપણે પાઠક હોઈએ ત્યારે ચાલુ પાઠમાં ગૃહસ્થો વગેરે સાથે વાતો કરવા લાગી જઈને, ભણનારાનો સમય બગાડવો. પાઠ મોડો શરુ કરીને ભણનારાઓને રાહ જોવડાવવી એ પણ કાલની અપેક્ષાએ ભાવચોરી કહેવાય. (૪) ભાવપ્રધાનતાએ ભાવ-અદત્તાદાન : લોકો આપણને તપસ્વી માને, પ્રશંસા કરે... આપણે જેટલો-જેવો તપ કર્યો હોય, એના કરતા વધારે પડતા તપની કલ્પના કરે... આ ખબર પડવા છતાં પણ સ્પષ્ટ ખુલાસો ન કરવો અને નિષેધ ન કરવો... પોતાની વિશિષ્ટ તપસ્વી તરીકેની છાપ ખોટી હોવા છતાં ઉભી રાખવી... એ બધું તપભાવની અપેક્ષાએ ભાવચોરી છે. આ મહારાજને ઓળખો છો ? રોજની ૧૦૦ ગાથા ગોખી શકે છે...” આવું કોઈક શ્રાવક બીજાઓને આપણી ઓળખાણ કરાવવા બોલે. આપણે એ સાંભળીએ... આપણે ખરેખર રોજ ૧૦૦ ગાથા ગોખતા ન હોઈએ, ક્યારેક જ ૮૦-૯૦ ગાથા ગોખી હોય... તો એ વખતે ખુલાસો કરવો જોઈએ કે “મારી જીંદગીમાં મેં એકપણ દિવસ ૧૦૦ ગાથા ગોખી નથી. ક્યારેક ૮૦-૯૦ ગાથા ગોખેલી. એ પછી રોજે રોજ કંઈ ગાથા ગોખતો નથી. આ શ્રાવક ખોટી પ્રશંસા કરે છે” એને બદલે મલકાતા રહીને સંમતિ આપવી આ પણ એક પ્રકારની ભાવચોરી છે. (આ વાત અપેક્ષાએ સમજવી. આને ભાવમૃષા પણ કહેવાય.) કોઈકની પાસેથી નવા ચિંતનો સાંભળીને આપણે બીજા આગળ રજુ કરીએ. એ બધા સ્તબ્ધ બની જાય. “મહારાજા સાહેબ ! શું આપનું અદ્ભુત ચિંતન ! કમાલ ! કમાલ !” એ વખતે ખુલાસો કરવો જોઈએ કે “આ ચિંતન મારું નથી, પરંતુ અમુક મહાત્માનું છે. મેં એમની પાસે સાંભળીને તમારી આગળ રજુ કર્યું છે. કમાલ તો એમણે કરી છે...” પણ એને બદલે મલકાતા રહેવું અને બીજાનું ચિંતન આપણા નામે પ્રચલિત થાય એને અનુમતિ આપવી. આ ગ્રુપમાં સૌથી વધારે અનાસક્ત મહાત્મા આ છે. કાયમ આંબિલો કરે છે...” એવી પ્રશંસા વખતે જો પોતાને ખ્યાલ હોય કે “મારા કરતા પણ ઉંચી અનાસક્તિ બીજા મહાત્માએ કેળવી છે.” તો કહેવું જોઈએ કે “અમારા ગ્રુપમાં મારા કરતા પણ વધુ અનાસક્ત મહાત્મા બીજા છે. એ સાદા એકાસણા કરે છે. અને તમામ વસ્તુ સંયોજના જ ----- - ૨૭૮ - - ~ -- Page #280 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - ટુબ્રો...તો.નો...માવો... ------------ કર્યા વિના વાપરે છે. હું તો સંયોજનાદિ કરું છું...” એને બદલે એવું કંઈ ન કહેવું અને સૌથી વધુ અનાસક્ત તરીકેનો યશ મેળવ્યા કરવો. (શ્રી દશવૈકાલિકસૂત્રમાં તવોને, વયતેણે વગેરે દ્વારા ઉપલક્ષણથી ઘણા પ્રકારની ભાવપ્રધાનતાએ ભાવચોરી બતાવી છે.) (૧) દ્રવ્યપ્રધાનતાએ ભાવ અબ્રહ્મ : અમુક સ્ત્રી પર પુષ્કળ રાગ થવો, સતત એના વિચારો આવે, એની સાથે વિચિત્ર ચેષ્ટાઓ અંગેના વિચારો આવવા... અમુક રૂપાદિ જોવાનું ખૂબ મન થવું, પોતાની પાસે ફોટા રાખવા, છાપા વગેરેમાં આવતા બિભત્સ ચિત્રો ધ્યાનથી જોવા, ખાનગીમાં જોવા, વારંવાર જોવા, જાણી જોઈને જોવા... કોઈ નાનો રૂપાળો બાળક ગમી જાય, એની તરફ જોવાનું મન થાય, એની હસવારમવા-બોલવાની ક્રિયાઓમાં રાગ થવો... એ બધું જોવું સાંભળવું ખૂબ ગમવું...એ રૂપાળા બાળકને અડવાની, રમાડવાની, એની સાથે વાતો કરવાની ઈચ્છા થવી... આ અનેક પ્રકારે દ્રવ્યપ્રધાનતાવાળું ભાવ-અબ્રહ્મ છે. (૨) ક્ષેત્રપ્રધાનતાએ ભાવ-અબ્રહ્મ : જે ઉપાશ્રયમાં આજુબાજુના ઘરોમાં નજર પડતી હોય, એવા જ ઉપાશ્રયમાં જાણી જોઈને રહેવું. એમ જ્યાં સ્ત્રીઓ ભક્તિવાળી હોય, એમની સાથે પરિચયાદિ કરવા એકદમ સુલભ હોય... એવા સંઘોમાં જ ચાતુર્માસાદિ કરવા. એ સ્થાન ન છોડવું. એની આજુબાજુ જ ફર્યા કરવું. ઉપાશ્રયમાં પણ જે સ્થાને બેઠા બેઠા દેરાસર - ઉપાશ્રયાદિમાં અવરજવર કરતી સ્ત્રીઓ તરફ જોઈ શકાતું હોય, સાધ્વીજીઓ તરફ જોઈ શકાતું હોય... એવા સ્થાને જ બેસવાનો આગ્રહ રાખવો. ગમે તે બહાના કાઢીને તેવા સ્થાને બેસવું. જ્યાં સ્ત્રીઓ-સાધ્વીજીઓ સ્થડિલાદિ જતા હોય, ત્યાં જ જાણી જોઈને અંડિલાદિ માટે જવું. છરીપાલિત સંઘોમાં સ્ત્રીઓના તંબુ વગેરે દેખી શકાય એવા જ સ્થાને રહેલા તંબુમાં રહેવું. ગમે તે બહાના કાઢીને પણ એવા જ તંબુની પસંદગી કરવી... શ્રાવકો આંબિલ બેસણા વગેરે વખતે જો એવા જ સ્થાને બેસવાનો પ્રયત્ન કરે જ્યાંથી તે તે સ્ત્રીઓને જોઈ શકાય... તો એ બધું ક્ષેત્રની અપેક્ષાએ ભાવ-અબ્રહ્મ છે. જે ઘરોમાં રૂપવાન સ્ત્રીઓ હોય, એ ઘરોમાં જાણી જોઈને ગોચરી વહોરવા જવું. (૩) કાળપ્રધાનતાએ ભાવ-અબ્રહ્મ : “દેરાસરમાં સવારે આઠ વાગે કે વ્યાખ્યાન બાદ સ્ત્રીઓ વગેરેની સંખ્યા ખૂબ હોય છે' એમ ખબર પડે એટલે એવા જ સમયે દેરાસરમાં દર્શન કરવા જવું.. ઉપાશ્રયની આજુ બાજુમાં રહેલી કૉલેજ અમુક સમયે છૂટે છે, એ વખતે ત્યાં હજારો છોકરી-છોકરાઓની ભીડ હોય... એ ખબર પડે એટલે એ જ સમયે થંડિલાદિના બહાને તે જ રસ્તેથી પસાર થવું. બીજો રસ્તો હોય, તો પણ ૨૯ - - - - - - - - - ૨૭૯ ૯ જ k Page #281 -------------------------------------------------------------------------- ________________ જ------------- મહાવ્રતો અને જલદ - ૨ - - - એ કૉલેજવાળો રસ્તો જ પકડી રાખવો અને એ જ સમયે રોજ ત્યાંથી જવું. ' “મણિભદ્રના મંદીરના દર્શને ગુરુવારે ચિક્કાર લોકો આવે છે એ જાણીને એ જ દિવસે ત્યાં જપ કરવા બેસવું, આવતી જતી સ્ત્રીઓને જોવી... એ બધામાં પોતાનો પ્રભાવ પાડવા જપ કરવાની મુદ્રા જોરદાર આચરવી... અમુક ઘરોમાં સવારે જ અમુક સ્ત્રી જોવા મળતી હોય, બપોરે જોવા ન મળતી હોય તો જાણી જોઈને સવારની ગોચરીનું કામ સ્વીકારવું, બપોરની ગોચરીનું કામ ન સ્વીકારવું, અને સવારે તે ઘરે પહોંચી રૂપ જોવાદિ દ્વારા વિકારો સંતોષવા. દેરાસરમાં સાંજે આરતી વગેરે સમયે ઘણી સ્ત્રીઓ આવતી હોય તો એ જ સમયે અંધારામાં પણ દેરાસરે દર્શન કરવા જવું. પ્રભુદર્શનના બહાને સ્ત્રી દર્શનમાં મન પરોવવું. કર્મોદયની વિચિત્રતાના કારણે કોઈકને વદપક્ષમાં વાસના જાગે, સુદપક્ષમાં વાસના ન જાગે. કોઈકને સુદપક્ષમાં વાસના જાગે, વદપક્ષમાં વાસના ન જાગે. આ પણ કાળની પ્રધાનતાએ ભાવ-અબ્રહ્મ છે. ગૃહસ્થો સંતાન પ્રાપ્તિ ન ઈચ્છતા હોય તો ગર્ભાધાન થઈ શકે એવા દિવસો છોડીને બાકીના દીવસોમાં જ અબ્રહ્મ સેવે, આ પણ કાળની અપેક્ષાએ ભાવ અબ્રહ્મ છે. આમ અનેક પ્રકારે કાળપ્રધાનતાએ ભાવ-અબ્રહ્મ વિચારી શકાય. (૪) ભાવપ્રધાનતાએ ભાવ-અબ્રહ્મ : કોઈક સ્ત્રી સાધુને પત્ર લખે કે રૂબરૂ વાત કરે કે “મને તમારા પ્રત્યે ખૂબ રાગ છે. હું તમને ઝંખુ છું..” એના આ ભાવોને જાણીને સાધુ પણ ઢીલો પડી જાય, એના પ્રત્યે રાગવાળો, વાસનાવાળો બની જાય. કોઈક સ્ત્રી દેખાવડી ન હોય, પણ એનામાં બુદ્ધિશક્તિ જોરદાર હોય, વાચાળતા - ચપળતા ઘણી હોય... એ બધાના કારણે સાધુ એના પ્રત્યે રાગી-વિકારી બને. કોઈક સ્ત્રી રડવા માંડે, પોતાના દુઃખો વર્ણવે... એ રૂદન-દુખ સાંભળીને સાધુને એના પ્રત્યે લાગણી થાય... અંતે એ લાગણી કામવાસનાનું સ્વરૂપ ધારણ કરે. કોઈક સ્ત્રી આલોચનામાં પોતે સેવેલા અબ્રહ્માદિ પાપોનું, એ વખતના વિચારોનું વર્ણન લખે... એ બધું વાંચીને સાધુ વિકારી બને. ગુસ્સે થયેલી સ્ત્રીની આકર્ષકતા એ ગુસ્સાને લીધે સાધુને વધારે લાગે, અને સ્ત્રીના મોઢાના ગુસ્સાના ભાવો સાધુને વિકારી બનાવે... કોઈક સ્ત્રી ખડખડાટ હસે, એ હાસ્ય જોઈને સાધુને વિકાર જાગે.. આમ અનેક પ્રકારે ભાવપ્રધાનતાએ ભાવ-અબ્રહ્મ પ્રગટે છે. (૧) દ્રવ્યપ્રધાનતાએ ભાવપરિગ્રહ “મારું શરીર કેટલું ધોળું છે, મારૂ રૂપ કેવું જોરદાર છે.” એમ પોતાના શરીર ઉપર Page #282 -------------------------------------------------------------------------- ________________ –ઓ...સ્થિતઓ...હાલો...માવો... **** મમત્વ થાય. “મારા અક્ષરો મોતીના દાણા જેવા છે. જાણે કે છાપેલું પુસ્તક જ ન હોય, એવું મારું લખાણ છે.” એમ અક્ષરો પર રાગ પ્રગટે. “મારો અવાજ કેટલો બધો મધુર છે ! લોકો ડોલી ઉઠે છે. ગઈકાલે સ્તવન બોલ્યો, તો કેટલાય લોકો મારી પાસે આવી વખાણ કરી ગયા. સ્તવન લખાવી ગયા” એમ પોતાના અવાજ ઉપર મમત્વ થાય. “મારા સ્થાપનાજી કેવા મજાના છે ! હાથીદાંતની (કે સુખડની) ઠવણી ! રંગબેરંગી ફુમતા ! ઠવણી પણ સૌથી મોટી ! અંદરના સ્થાપનાજી પણ કેટલા મરોડદાર અને મોટા! બધાને મારા સ્થાપનાજી ગમી જાય...' એમ સ્થાપનાજી પર રાગ થાય. એમ પાત્રા, ટોક્સી, દાંડા, કામળી વગેરે વગેરે ઢગલાબંધ વસ્તુઓ માટે આ પદાર્થ વિચારી લેવો. “આ સારું છે, સુંદર લાગે છે...” આ ભાવો એ ભાવપરિગ્રહ છે. “ફુમતા કલરવાળા જોઈએ, સાદા ન ચાલે. કપડામાં રંગીનદોરા જોઈએ, સાદા ન ચાલે, થેલા પણ આકર્ષક, કલરવાળા જોઈએ. સીધા-સાદા ન ચાલે...” આવો જે તે તે વસ્તુ માટેનો આગ્રહ એ અંદર પડેલા મમત્વભાવને સૂચવી જાય છે. (૨) ક્ષેત્રપ્રધાનતાએ ભાવપરિગ્રહ : કોઈપણ શહેર કે ગામ ખૂબ ગમી જાય, એમાં કોઈક ઉપાશ્રય ખૂબ ગમી જાય, એમાં કોઈક રૂમ કે કોઈક સ્થાન ખૂબ ગમી જાય, કોઈકને મધ્યપ્રદેશના ડુંગરાળ પ્રદેશો ગમે, કોઈકને મુંબઈ વગેરેનો દરિયાકાંઠો ખૂબ ગમે. કોઈકને વળી રાજસ્થાનના રણપ્રદેશ ગમે... આવા તો જાત જાતના ક્ષેત્રમમત્વ પ્રગટતા હોય છે. (૩) કાળપ્રધાનતાએ ભાવપરિગ્રહ : પિત્તની તકલીફવાળાને, ગરમી સહન ન કરી શકનારાને શિયાળો ખૂબ ગમે... ઠંડીથી ત્રાસેલાને ઉનાળો ખૂબ ગમે, વિહારથી ત્રાસેલાને ચોમાસું ખૂબ ગમે... ગરોળીના ભયવાળાને શિયાળો ખૂબ ગમે, કેમ કે એમાં પ્રાયઃ ગરોળીઓ ન દેખાય... ‘શિયાળામાં લાંબી રાત શી રીતે કાઢવી ? સ્વાધ્યાય તો મારી પાસે છે નહિ’ એવા વિચારવાળાને ઉનાળો ખૂબ ગમે, કેમ કે એમાં દિવસ મોટો હોય અને રાત નાની હોય... જેને ઉંઘ ઘણી ગમતી હોય, એને ઉનાળો નહિ, પણ શિયાળો ગમે. જેને કેરી વગેરેની આસક્તિ હોય એને ઉનાળો ગમે. જેને મેવો વગેરેની આસક્તિ હોય, એને શિયાળો ગમે... આમાં તે તે કાળનું મમત્વ થાય છે, માટે કાળની પ્રધાનતાએ મમત્વ કહેવાય. ભાવપ્રધાનતાએ ભાવ પરિગ્રહ : “આજે મેં ગુસ્સે થઈને બધાને ખખડાવ્યા, તો બધા સુધરી ગયા. હવે તો ચોખ્ખું લાગે છે કે ગુસ્સો કર્યા વિના ન ચાલે. ભલે, બધા કહે કે ‘ગુસ્સો ન કરવો.’ પણ મેં જે કહ્યું, એ બધું બરાબર છે.” આમ કોઈને પોતાના ક્રોધ ૨૮૧ Page #283 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - મહાવતો જે જે જે જે જે ઉપર રાગ થાય. પોતાનો કષાય સાચો લાગે. એ સ્ત્રી બિચારી દુઃખી હતી, એ મને ખાનગીમાં વાત કરવા માંગતી હતી. મેં કરુણાથી પ્રેરાઈને એકાંતમાં એક કલાક એની સાથે વાત કરી. મારા મનમાં એના પ્રત્યે લાગણી હતી... એમાં ગુરુએ મને ઠપકો આપ્યો, પણ મેં શું ખોટું કર્યું? શું કોઈક જીવ પ્રત્યે લાગણી થવી એ પાપ છે. ગુરુ કેવા જડ છે, કઠોર છે..” આ છે પોતાના લાગણીના વિચારો પર મમત્વ ! * “કહું એટલે બધાએ માનવું જ જોઈએ. મારો વર્ષોનો અનુભવ ! પુષ્કળ શાસ્ત્ર બોધ ! પણ આ બધા મારી સામે દલીલો કરે છે, મારી વાત માનતા નથી. મારે કશું બોલવું જ નથી. કરવા દો એમને જે કરવું હોય તે !” આ પોતાના અનુભવનું, પોતાના જ્ઞાનનું મમત્વ ! આપણા અનુભવ, આપણા શ્રુતજ્ઞાન સામે બીજાના અનુભવ, બીજાનું શ્રુતજ્ઞાન વધુ જોરદાર, વધુ સચોટ હોઈ શકે છે... એ વાત આમાં સ્વીકારી નથી. હું મોટો છું, મારો પર્યાય સૌથી વધારે છે. ઉંમરમાં પણ મોટો છું. અને આ આજકાલના સાધુઓ મારી સામે જવાબ આપે છે, મારી વાત માનતા નથી... બધા નકામા છે” આ છે પોતાની ઉંમરનું, પોતાના પર્યાયનું મમત્વ ! આ આપણે પાંચેય મહાવ્રતોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ભાવદોષોનું સ્વરૂપ સંક્ષેપમાં જોયું. આ બધું વિચારતા બહુ જ સ્પષ્ટ સમજાય છે કે સાચા મહાવ્રતો પાળવા ખરેખર ખૂબ ખૂબ અઘરા છે. ડગલે ને પગલે ભાવહિંસા, ભાવજૂઠ.. ભાવપરિગ્રહ દોષો આપણામાં પ્રગટ થઈ જ જાય છે. એટલે જ મહાવ્રતોનું સમ્પફ પાલન કરવા માટે પુષ્કળ સાવચેતી જરુરી છે. કાયાને કે જીભને જેટલી ઘડવી જરુરી છે, એના કરતા કરોડ ગણું ઘડતર મનનું કરવાનું છે. પ્રશ્ન : તમે આ વર્ણન કર્યું, એમાં લગભગ બધે જ ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય જ દેખા દે છે. એમાં ય પ્રાયઃ બધે જ લોભ દોષ - આસક્તિ, મમતા જ વધુ ને વધુ ભાગ ભજવે છે. તો આનો અર્થ તો એ જ થયો કે ચાર કષાયોને કાબુમાં રાખીએ એટલે સાચા મહાવ્રતી બની જઈએ, ખરું ને ? ઉત્તર : હા ! અપેક્ષાએ તારી વાત સાચી છે. જો ને ? દસર્વકાલિકમાં કહ્યું છે ને કે कोहो य माणो य अणिग्गहिआ, माया य लोभो अ पवड्डमाणा । चत्तारि एए कसिणा कसाया, सिंचन्ति मूलाई पुणब्भवस्स ॥ ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયોને જો રૂંધવામાં ન આવે, એ જો વધ્યા કરે તો કાળા આ કષાયો સંસારના મૂળીયાઓનું સિંચન કરવાનું કામ કરશે. ----------------------- ૨૮૨ ગાલ લાલ-લાલ-લાલ-લાલ --૯-૯- Page #284 -------------------------------------------------------------------------- ________________ ૯-૨૯--૯-૪૯ - - -આર્ભ રડ્યો....શ્વિતાનો....ભાવો... ૪૯ - - - - એમાં પણ ક્રોધ + માન એ ઠેષ રૂપ છે. માયા + લોભ એ રાગ રૂપ છે. એટલે રાગ અને દ્વેષ એ જ સમગ્રસંસારની જડ છે, એ નક્કી માનવું. એમાં પણ દ્વેષ રાગને આધીન છે. રાગના કારણે જ દ્વેષ ઉત્પન્ન થાય છે, એટલે જ આખા ય સંસારનું એકમાત્ર કોઈ કારણ હોય તો એ રાગ છે, એમ ચોક્કસ કહી શકાય. બધાય પાપોનો બાપ લોભ કહ્યો છે. બધાય દુઃખોની ખાણ લોભ કહ્યો છે, મોક્ષમાર્ગમાં મોટા પર્વત સમાન લોભ કહ્યો છે. લોભ એટલે એક પ્રકારનો રાગ ! એટલે કષાયોને કાબુમાં રાખીએ તો આપણા મહાવ્રતો સાચા-નિર્દોષ રહે. એમાં પણ જો માત્ર સંજવલનકષાયનો જ ઉદય હોય, તો અતિચાર લાગે, પણ મહાવ્રતો ભાંગી ન જાય, સાધુપણું ટકી રહે. એટલે સંજવલન કષાયથી વધુ કષાયનો ઉદય તો ન જ થવો જોઈએ. સંજવલનકષાયને પણ વધુ ને વધુ નબળા પાડતા જ જવાના છે. એ રીતે જ મહાવ્રતો વધુ ને વધુ નિર્મળ બનતા જાય,... તો જ છેવટે મોક્ષ મળે. પ્રશ્ન : પણ આપણા કષાયો સંજવલનના છે કે ભયંકર છે ? એ ખબર શી રીતે પડે ? એને ઓળખવાની નિશાની શું? ઉત્તર : વિશિષ્ટજ્ઞાનીઓ આ વાત પ્રત્યક્ષથી જૂએ કે “આ કષાયો સંજવલનના છે...” પણ આપણે બધાએ અનુમાન દ્વારા નક્કી કરવાનું કે “આપણા કષાયો સંજવલનના છે કે બીજા ?” (ક) જો કષાય સંજવલનનો હોય, તો એને મનમાં તે તે પાપ કરવાની ઈચ્છા થાય તો પણ એ પાપ વચન-કાયામાં જલદી ન પ્રવેશે. એ જીવ એ પાપ ટાળવાનો પ્રયત્ન કરે, મનને સમજાવવાનો પ્રયત્ન કરે. મનની સાથે એની વાટાઘાટો ચાલે... (ખ) ધારો કે એ પોતાના કષાયને પરવશ બનીને પાપ કરવા લાગે તો પણ એ પાપ કરતી વખતે પણ તીવ્રતા ન આવે. મનમાં ખૂંચકારો ચાલ્યા કરે. જેમ કાંકરીવાળી ખીચડી ખાનારાને વચ્ચે વચ્ચે ખેંચ્યા કરે, જેમ કાંકરાવાળા રસ્તે ચાલનારાને કાંકરા વચ્ચે વચ્ચે ખેંચ્યા કરે... એમ આ જીવને પાપો કરતા કરતા પણ વચ્ચે વચ્ચે ખંચકારો થયા કરે. જો એ વખતે કોઈ એને પૂછે કે “અરે, તું આ શું કરે છે?” તો એને તરત મનમાં તો થઈ જ જાય કે “હું ખોટું કરું છું. સારું નથી કરતો...” જેમ કાંકરી ભોજનની મજા બગાડે, જેમ ઈલેક્ટ્રીકની કપાત ટી.વી જોવાની મજા બગાડી નાંખે... એમ કષાયોની મંદતા ચારિત્રપરિણામ પાપની મજા બગાડી નાંખે. * ** ૦ ૨૮૩૨ Page #285 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો (ગ) પાપ પૂરું થઈ ગયા બાદ એને પશ્ચાત્તાપ થાય. “હે ભગવાન ! મેં આ શું કર્યું ? મેં ગુરુની નિંદા કરી, સહવર્તીઓ પ્રત્યે દ્વેષ કર્યો, મારા ગુરુભાઈની ઈર્ષ્યા કરી, સ્ત્રી તરફ વિકાર જાગ્યો... હાય ! મારું શું થશે ?” આવા વિચારો એને આવે. એ પછી એ ગીતાર્થ ગુરુ પાસે દોડી જાય, પાપો કીધા વિના ન રહે. આંખે અનરાધાર આંસુ વહે. ગુરુ જે પ્રાયશ્ચિત્ત આપે, તે તરત સ્વીકારી લે. એમાં ઓછું કરાવવાનો, એમાંથી બચવાનો વિચાર પણ ન કરે. (ઘ) સૌથી મહત્ત્વની વાત એ કે જો એના કષાયો ખરેખર સંજ્વલનના હોય, તો આ રીતે આલોચના-પ્રાયશ્ચિત્ત કર્યા બાદ એ જીવ પ્રાયઃ તો એ પાપ ફરી કરે જ નહિ. ધારો કે એ પાપ ફરી થાય તો પણ પહેલા થયેલા પાપ કરતા આ પાપ નબળું થાય... દર બે બે પાપ વચ્ચેનું અંતર વધવા લાગે... પાપ કરવાનો સમય પણ ઘટવા લાગે... આ બધા અકરણનિયમના પ્રકારો છે. એ પાપ ફરી ન થવું, ફરી થાય તો પણ પૂર્વે જે તીવ્રતાવાળું હતું એના કરતા નબળું થવું. પાપો વચ્ચેનું અંતર વધતું જવું... પાપ કરવાનો સમય ઘટતો જવો... ચારિત્રપરિણામ હોય તો આવા અકરણનિયમો ‘પ્રગટે ખરા. મહોપાધ્યાયજીએ સાડાત્રણસો ગાથાના સ્તવનમાં આ વાત કરી છે કે - પાયચ્છિત્તાદિક ભાવ ન રાખે, દોષ કરી નિઃશૂકો રે. નિહંધસ સેઢીથી હેઠો, તે પરમાર્થ ચૂકો રે !’ જે સાધુ દોષ સેવ્યા બાદ આલોચના, પ્રાયશ્ચિત્તાદિ કરવાના કોઈ ભાવ ધારણ ન કરે, નિષ્ઠુર બને. આ નિષ્વસપરિણામી જીવ સંયમશ્રેણીથી પતન પામે છે, એ મોક્ષ અને એના કારણભૂત સંયમાદિ પરમાર્થને ચૂકી જાય છે. આપણી ફરજ એટલી જ કે આપણા કષાયો સંજવલન કરતા વધારે ન થવા જોઈએ, અને જે સંજ્વલનકષાયો છે, તે પણ ધીરે ધીરે નબળા પડવા જોઈએ. જો આ બે વસ્તુ આપણે સાધી શકશું તો પાંચ મહાવ્રતોનું સાચું પાલન આપણા હાથમાં હશે જ. કરાવણ - અનુમોદનઃ પાંચેય મહાવ્રતોમાં પહેલા જે વર્ણન કરેલું, એમાં મુખ્યત્વે કરણની અપેક્ષાએ હતું, હવે પાંચેય મહાવ્રતોમાં કરાવણ-અનુમોદન એ બે શી રીતે સંભવે ? એ ટુંકમાં જોઈએ. જો કે કરેમિ ભંતે ! સૂત્રમાં આનું વર્ણન કરેલું જ, પણ અહીં એક એક મહાવ્રતમાં સ્વતંત્ર ૨૮૪ Page #286 -------------------------------------------------------------------------- ________________ -----------સુબ્રમ...વિત...છાત્રો...ભાવો.... - - - - - - - - - - રીતે એનું વર્ણન કરશું, એટલે કોઈક પદાર્થો ફરી આવે તો પણ એ યોગ્ય જ ગણવા. પ્રથમ મહાવ્રત કરાવણ - “જલ્દી પાણી ઉકાળી આપો, મોડું થાય છે” એમ કહીને પાણી ઉકળાવવું. જરાક આ નંબર પર ફોન લગાડી આપો ને ?' એમ ફોન કરાવવો. આ દૂધ-ચા ઠંડા પડી ગયા છે, ગરમ કરી આપો' એમ વસ્તુઓ ગરમ કરાવવી. પશ્ચિમ-દક્ષિણ બાજુ દિવાલ તોડીને ત્યાં બારી કરાવી દો.” એમ કહીને દિવાલો તોડાવવી. “દૂધી-કેળાનું શાક બનાવજો. સંતરાનો જયુસ કાઢવાનો છે...” વગેરે કહીને રસોઈ બનાવડાવવી. ટુંકમાં જે ક્રિયામાં હિંસા થાય, એવી ક્રિયાઓ આપણે ગૃહસ્થો પાસે કરાવીએ તો એ કરાવણ કહેવાય. અનુમોદન : આપણે કોઈને કશું બનાવવાનું કહ્યું ન હોય, છતાં ગૃહસ્થો ભક્તિભાવથી આપણા માટે શીરો વગેરે બનાવે, એ જો આપણે વહોરીએ તો અનુમોદનો દોષ લાગે. ઉપાશ્રયમાં અંધારુ છે, મહારાજ સાહેબને પ્રકાશની જરૂર પડશે એમ વિચારીને શ્રાવક કે કોઈ બીજો માણસ લાઈટ ચાલુ કરતો હોય, તો એને ના પાડવી જોઈએ કે “અમારે લાઈટની જરુર નથી.” જો એ કરી નાંખે તો કહેવું કે “અમારે જરૂર નથી જ. તમારે તમારા માટે જોઈતી હોય તો તમે જાણો...” પણ એવું કશું ન કહીએ અને મનમાં એમ થાય કે “આ લાઈટ છે, તો સારું. બધું સ્પષ્ટ દેખાય...” રાત્રે લાઈટમાં પુસ્તકાદિ વાંચીએ, લાઈટ બંધ થાય એટલે તરત મનમાં ખેદ થાય કે “અરે ! લાઈટ ગઈ.” પાછી લાઈટ આવે, એટલે આનંદ થાય અને પુસ્તક વાંચવાની પ્રવૃત્તિ પાછી શરુ થાય... આ બધામાં એની અનુમોદનાનો દોષ છે. ઉપાશ્રયમાં માણસ કચરા-પોતા કરવા આવે, તે વખતે પણ કહેવું જોઈએ કે “અમારે જરુર નથી.” છતાં એવું ન કહીએ... ઉન્હેં મનમાં આનંદ થાય કે “ચાલો, આ કચરા-પોતા કરશે, એટલે ઉપાશ્રય ચોખ્ખો રહેશે.” આપણે ગૃહસ્થોને કોઈ વાત કરી ન હોય છતાં તેઓ ભક્તિ કરવા માટે જાત જાતની અનેક વસ્તુ ઉપાશ્રયમાં લઈ આવે, આપણને વિનંતિ કરે કે “સાહેબ ! આ બધું લો, વહોરો.” એ વખતે એમને સાચી સમજણ આપવાને બદલે એ બધું વહોરીએ... તો એ અભ્યાહત વગેરેમાં થયેલી હિંસાની અનુમોદનાનો દોષ સાધુને લાગે. ટુંકમાં આપણે સ્વયં હિંસા કરતા નથી, જે ક્રિયામાં હિંસા થાય છે, એવી ક્રિયા ગૃહસ્થો જય કકકકકકકકક કકક (૨૮૫ ૨૪ ૦૪ - Page #287 -------------------------------------------------------------------------- ________________ પાસે કરાવતા પણ નથી. પણ ગૃહસ્થો પોતાની મેળે જ આપણા માટે એવી ક્રિયાઓ કરે કે જેમાં હિંસા થાય.. તો એ ક્રિયા દ્વારા આવેલી કોઈપણ વસ્તુ સાધુએ લેવી ન જોઈએ, વાપરવી ન જોઈએ. જો સાધુ એ વસ્તુ લે, એ વસ્તુ વાપરે તો એને અનુમોદનાનો દોષ લાગે. દ્વિતીય મહાવત : કરાવણ : મુમુક્ષુની લાલસા મનમાં પડી હોય એ મુમુક્ષુને બીજા કોઈ ખેંચી ન જાય એનો ભય પણ મનમાં પડ્યો હોય. એ વખતે મુમુક્ષુને બરાબર ગોખાવી દઈએ કે “જો કોઈપણ તને પૂછે તો તારે જવાબ આ જ આપવાનો કે મારા ગુરુ આ જ છે, હું એમની પાસે જ દીક્ષા લઈશ...” અને ભોળો મુમુક્ષુ પણ એ રીતે જ બોલતો થઈ જાય. કોઈક સંઘમાં ચોમાસું કર્યા બાદ ત્યાંના ગૃહસ્થો પાસે આપણે આપણા ગુરુ કે ગચ્છાધિપતિ પર પત્ર લખાવીએ કે “આ મહારાજે અમારા સંઘની રોનક બદલી નાંખી છે. એમનું વ્યાખ્યાન, એમની સંયમપરિણતિ તો અવ્વલકોટિના છે. મહાન પ્રભાવક છે...” આ બધુ આપણે જ સીધી કે આડકતરી રીતે એમની પાસે લખાવીએ કે એમને ગુરુ પાસે મોકલી આ બધું બોલાવડાવીએ. એની પાછળ માત્ર યશની, ગુરુ આગળ પોતાની ઉત્કૃષ્ટ છાપ પડે એની જ ખેવના હોય... કોઈક ઉપર આપણને દ્વેષ હોય-ઈર્ષ્યા હોય... એની સીધી ફરિયાદ કરવામાં જોખમ દેખાતું હોય. એ વખતે બીજા કોઈ સાધુને કે ગૃહસ્થને બરાબર ચડાવીએ અને એ આપણી ચડામણી પ્રમાણે ગુરુ પાસે જઈને પેલા સંયમીની કે ગૃહસ્થની ફરિયાદ કરે, એના સાચા-ખોટા અવગુણો ગાય. એ રીતે એ સંયમીને કે ગૃહસ્થને ખરાબ ચીતરવાનું કામ આપણી ચડામણીથી થાય. કદાગ્રહથી પ્રેરાઈને લહિયાઓ પાસે ખોટું લખાવીએ, પ્રેસમાં ખોટું છપાવીએ, ખોટો પ્રચાર ગૃહસ્થો દ્વારા ચારે બાજુ કરાવીએ.. આમ અનેક પ્રકારે મૃષાવાદનું કરાયણ સંભવિત છે. અનુમોદન : આપણા કહેવાતા શત્રુની – પ્રતિસ્પર્ધીની સામે કોઈ પડે અને ચારે બાજુ એના માટે ખોટો પ્રચાર કરે... આપણે જાણીએ કે આ બધું ખોટું છે... છતાં એના દ્વારા આપણા પ્રતિસ્પર્ધીની અવહેલના થતી હોવાથી એ બધું આપણને અંદરખાને ગમે.. “સારું થયું” એમ લાગે. એનો શક્તિ હોવા છતાં નિષેધ ન કરીએ, એ તમાસો જોવામાં મજા આવે. અન્ય સમુદાયના કોઈ સાધુ વગેરેના આર્થિક કૌભાંડ કે ચોથાવ્રત સંબંધી ભૂલો પકડાય, એ બધું કદાચ છાપામાં છપાય, એ સાચું હોય કે ખોટું પણ જો આપણને અંદરખાને આનંદ થાય, એ અન્ય સમુદાય બદનામ થયાનો હર્ષ થાય, પણ શાસનની નજીકલ - ૯ - - - - ૨૮૬ - જય જય જય જય જય જય જય જય જય Page #288 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વો...ચ્છિતો...જાનો...માવો... હીલના થવાનું દુ:ખ ન થાય, કોઈ પુછવા આવે તો પણ એમ કહીએ કે “એ સમુદાય જ એવો ! બહારથી બધું સારું. બાકી અંદર બધું સડી ગયું છે...” આપણા પ્રત્યેના સ્વાભાવિક બહુમાનથી પ્રેરાઈને મુમુક્ષુ, ગૃહસ્થ કે સંયમી આપણી હાજરીમાં પુષ્કળ અનુમોદના કરે. “આ મહારાજા સાહેબ તો ભગવાન છે ! અનાસક્તિ એમના જેવી કોઈની નહિ...' વગેરે બોલે. એ પ્રશંસા સાચી હોય કે ખોટી હોય તો પણ આપણને એમાં મજા આવે. જો પ્રશંસા વધારે પડતી હોય તો એનો પ્રતિકાર કરવો જોઈએ, એને બદલે આપણે એ બધું સહર્ષ સાંભળીએ. જો પ્રશંસા સાચી હોય તો પણ કાં તો એનો નિષેધ કરવો જોઈએ, છેવટે આપણે તો આપણી પ્રશંસા ન જ સંભળાય, એટલે તરત બહાનું કાઢીને પણ ત્યાંથી દૂર જતા રહેવું જોઈએ. એને બદલે એ બધું સાંભળવામાં આપણને જ રસ પડે. બહાર કદાચ એમ બોલીએ કે “હું તો સામાન્ય છું. આ પ્રશંસા ખોટી છે, વધારાની છે.” પણ અંદરખાને તો એ પ્રશંસા અત્યંત પ્રિય થઈ પડી હોય. ટૂંકમાં આપણે જૂઠ બોલીએ નહિ, બોલાવીએ નહિ... પણ કોઈ જૂઠ બોલતું હોય, કોઈ આપણી પ્રશંસા કે પરની નિંદા કરતું હોય તો એ બધું આપણને ગમે, એનો આપણે યોગ્ય પ્રતિકાર ન કરીએ તો એ મૃષાવાદનું અનુમોદન બની રહે છે. તૃતીય મહાવ્રત : સંઘમાં કોઈ અનુષ્ઠાન કરાવીએ, એના ખર્ચનું ફંડ કરવાનું હોય ત્યારે આપણે ટ્રસ્ટીઓને કહીએ કે “તમારે જેટલો ખર્ચ આવતો હોય, એના કરતા સવા-દોઢ ગણી રકમનો નકરો રાખવો. જે પૈસા વધે, એ આપણને બીજા કામમાં આવે...” આ એક પ્રકારની ચોરી કરાવી કહેવાય. અનુષ્ઠાનનો જેટલો ખર્ચ આવતો હોય, એટલી જ રકમ લેવાય ને ? એના કરતા વધારે રકમ લેવી, દાતાને અંધારામાં રાખવો... એ એમ જ સમજે કે ‘આટલો ખર્ચ થયો હશે...' એ બધું ખોટું જ ને ? એમ પુસ્તકો છપાવીએ ત્યારે એનો વહીવટ સંભાળનારાને કહી દઈએ કે “પુસ્તક ૫૨ કિંમત વધારે છાપવી, અને પછી કન્સેસન આપવું. લોકોને એમ લાગે કે ‘આપણને સસ્તામાં પુસ્તક મળે છે.’ અને આપણને કન્સેસન આપવા છતાં નફો થાય. એ રકમ બીજા કામમાં વાપરી શકાય.” અથવા તો પુસ્તક છાપવાનો કુલ ખર્ચ જેટલો થતો હોય, તેના કરતા વધુ ૨કમ એ સંઘ પાસે, ગૃહસ્થ પાસે લઈએ, વધારાની રકમ પાછી ન આપીએ અને આપણી ઈચ્છા મુજબ અન્ય સંસ્થામાં વપરાવીએ. આ બધું આપણે આપણા વ્યવસ્થાપક દ્વારા ચોરી કરાવેલી કહેવાય. સાવ સીધી વાત છે કે શ્રી સંઘે અમુક ચોક્કસ પુસ્તક માટે જ આપણને પૈસા આપેલા, એ સિવાયના કાર્યમાં એમના વધી પડેલા પૈસા વાપરવા માટે એમની રજા લેવી જ પડે. એમને જાણ કરવી જ પડે. પણ આ બધું ન કરીએ * ૨૮૭***** Page #289 -------------------------------------------------------------------------- ________________ ------------------------- મહાવ્રતો - ૯ - - ------------------- અને આપણે આપણી રીતે જ એની વ્યવસ્થા કરાવીએ એ ચોરી કરાવી કહેવાય જ ને ? આપણા શિષ્યોને - સહવર્તીઓને કહીએ કે “અમુક જગ્યાએ સવારે અંડિલ પરઠવી આવવામાં કોઈ વાંધો નથી. દિવસે ત્યાં ચોકીદાર ઉભો રહે છે. એટલે પરઠવવા નહિ જવાય. એ જમીન પર મકાનો બાંધવાના છે. પણ એને હજી વાર છે...” બીજાની માલિકીની જગ્યામાં એની રજા વિના અંડિલ પરઠવવું એ એક પ્રકારની ચોરી છે, અને આપણે આવું કહેવા દ્વારા બીજા પાસે એ ચોરી કરાવીએ છીએ. અત્યારે તમે ધંધામાં નીતિ આચરો, તો જીવી જ ન શકો. એટલે અમુક પ્રમાણમાં અનીતિ કરવામાં કોઈ વાંધો નહિ...” તો આ પણ ચોરી કરાવી કહેવાય. દાંડા-તરપણી-પાત્રા-વસ્ત્રાદિ જે સાધુના હોય તે હાજર ન હોય, અને બીજા સાધુને એ બધાની જરુર હોય, તે વખતે આપણે કહીએ કે “આ સાધુના દાંડાદિ પડ્યા જ છે, એ લઈ જાઓ..” પેલો સાધુ કહે “પૂછ્યા વિના કેમ લવાય ?” ત્યારે આપણે જવાબ આપીએ કે “તમે લઈ જાઓ, કોઈ જ વાંધો નહિ. આપણે ક્યાં ચોરીને ભાગી જવું છે. એને પાછા આપી જ દેવા છે ને ? બહુ ચિંતા નહિ કરવાની.” ટુંકમાં માલિકની રજા વિના પણ એની વસ્તુ લેવાની, વાપરવાની કોઈકને પ્રેરણા કરવી, રજા આપવી. એ ચોરી કરાવી કહેવાય. અનુમોદન : શાસ્ત્રીયતા જાળવ્યા વિના આપણો શિષ્ય કે બીજા કોઈ સાધુ કોઈકને ભગાડીને, મા-બાપની રજા વિના દીક્ષા આપે... એ વખતે આપણને આનંદ થાય કે “ચાલો, સારું થયું. આપણું ગ્રુપ વધ્યું. શાસનમાં સાધુની સંખ્યા વધી...” સાધુ દોષિત વહોરી લાવે, નિર્દોષ પણ વધુ પ્રમાણમાં વહોરી લાવે... એ ખબર પડવા છતાં પણ એ વાપરવું... એ ચોરીની અનુમોદના છે. નિષ્કારણ દોષિત વહોરવું તીર્થકર અદત્ત તો છે જ, ને એ આપણે વાપરીએ એટલે એની અનુમોદના ગણાય જ. ગુરુને જે વસ્તુ ગમતી ન હોય, જે વસ્તુ લાવવાની, વહોરવાની ગુરુએ ના પાડી હોય એ જ વસ્તુ કોઈ સાધુ લઈ આવે, ગુરુને બતાવે નહિ અને આપણને વિનંતિ કરે, એ વસ્તુ આપણે વાપરીએ રે ! ગુરુને બતાવ્યા વિના કોઈપણ વસ્તુ જો કોઈ આપણને આપે અને આપણે એ વાપરીએ, તો એણે કરેલી ગુરુ-અદત્તાદાનની અનુમોદનાનું પાપ આપણને લાગે જ. આપણે માંદા પડ્યા, આપણા અંડિલ-માત્રુને સાધુઓ છાની રીતે અમુક સ્થાને પરઠવતા હોય. એના માલિકને તો એ ઈષ્ટ નથી, પણ સાધુઓ ખાનગીમાં પરઠંડી આવે છે. એટલે એ માલિકને ખબર જ નથી. ખબર પડે તો ઝઘડો થાય જ... આવું હોવા ૨૯૯-૯-૧૯૯૦૯૯- ૯--૨૮૮ ૨૯ ૯-૯ - - - - - - - - - - - - - Page #290 -------------------------------------------------------------------------- ________________ -------------૦૯ બ્ર.વિતાનો ...ભાવ ... -------------- છતાં આપણે એમને ના ન પાડીએ, બધું ચલાવી લઈએ. “એમાં કંઈ જ વાંધો નહિ. આવું બધું તો ચાલ્યા જ કરે...” એમ વિચારીએ. ટુંકમાં કોઈ પોતાની મેળે સ્વામી-અદત્ત વગેરે ચાર પ્રકારની ચોરી કરે, એ ચોરીથી આવેલી વસ્તુ આપણે વાપરીએ, શક્તિ હોવા છતાં એ ચોરીનો નિષેધ ન કરીએ તો એ બધી ચોરીની અનુમોદનાનો દોષ લાગે. ચતુર્થ મહાવ્રત : કરાવણ ? આપણા સ્વજનોમાં કોઈક છોકરો ધર્મિષ્ઠ છોકરીની શોધ કરતો હોય, આપણને એવી ધર્મિષ્ઠ છોકરીનો ખ્યાલ હોય, એટલે એ છોકરાને કે એના મા-બાપને સીધી કે આડકતરી પ્રેરણા કરીએ કે “જુઓ, ધર્મિષ્ઠ છોકરી ઘરે આવશે તો ઘરમાં સ્વર્ગ ઉતરશે. અમુક અમુક છોકરી ધર્મિષ્ઠ છે. તમે ત્યાં તપાસ કરો.” એમ કોઈ ધર્મિષ્ઠ છોકરીને દીક્ષાની ઈચ્છા ન હોય, પણ ધર્મિષ્ઠ યુવાન સાથે જ લગ્ન કરવાની ઈચ્છા હોય, એવા યુવાનોનો આપણને ખ્યાલ હોય અને આપણે એ છોકરીને કે એના મા-બાપને તેવા યુવાનો દર્શાવીએ... (ધર્મના નામે પણ આ રીતે કોઈકના સંસાર મંડાવી આપવા એ સાધુ માટે યોગ્ય ખરું? કમ સે કમ અગીતાર્થ સાધુઓ માટે તો આ બધું ભયંકર દોષરૂપ બની રહે છે...) જ્યાં ઉપાશ્રય સંસક્ત હોય, જ્યાં બ્રહ્મચર્યપાલનમાં ગરબડો થવાની સંભાવના હોય... આ બધું જાણવા છતાં ગુરુ એવા સ્થાનમાં શિષ્યાદિને ચોમાસાદિ માટે મોકલે. એમના બ્રહ્મચર્યની રક્ષાનો વિચાર ન કરે... તો એમાં પણ પરમાર્થથી તો એ મૈથુનકરાવણ દોષ રૂપ જ બની જાય છે. શિષ્યો વિજાતીય પરિચય કરે, નિષ્કારણ વિગઈઓ વાપરે... આ બધું થવા છતાં ગુરુ એ બધું જોવા-જાણવા છતાં પણ એ બધાની ઉપેક્ષા કરે.. શક્તિ હોવા છતાં એનો નિષેધ ન કરે. (કેમકે પોતે જ કદાચ એ દોષો સેવનારા હોય... અથવા તો એ શિષ્યો પાસેથી તુચ્છ સ્વાર્થ સાધવાની ઈચ્છાથી પણ ગુરુ આ બધું ચલાવી લે...) ૯ વ્યાખ્યાનમાં કે ખાનગી મુલાકાતમાં એવી એવી વાતો કરવી કે જેનાથી શ્રોતાના મનમાં વિકારભાવ જાગ્રત થાય, શ્રોતા ખરાબ વિચારમાં ચડી જાય. તો અહીં પણ મૈથુનકરાવણનો દોષ લાગે. જો કે વક્તાના ભાવ એવા ન પણ હોય કે “મારે બધાને વિકારી બનાવી દેવા છે’ પણ વક્તાને એ ખ્યાલ હોવો જ જોઈએ કે “હું જે બોલું છું. એ સારા આશયથી બોલતો હોઉં તો પણ જો શ્રોતાને એનાથી વિકારો જાગતા હોય... તો મારે એ ન બોલવું જોઈએ.” પણ વક્તા આ બધો ઉપયોગ ન આપે, અને જગતમાં ચાલતા વ્યભિચારો, બલાત્કારાદિના પ્રસંગોનું સૂક્ષ્મતાથી વર્ણન કરે તો શ્રોતાઓના મન આ બધું સાંભળીને વાસનાગ્રસ્ત પણ બની જાય. વક્તાને એ બધા દોષ લાગે.. જ નાના નાના-નાના---------- ૨૮૯ ૪-૪ ના -------------------- Page #291 -------------------------------------------------------------------------- ________________ જજ જ જતા જ ના હજ જ કરી મહાવતો કે જે એક જ જજે જલ - - - - - - સાધુ વિભૂષા કરે, એકદમ ચોખ્ખા વસ્ત્રો પહેરે, આકર્ષક ચશ્મા પહેરે, કદાચ મોટું પણ ધૂએ... “પોતાની આ વિભૂષા લોકોને વિકાર જગાડનારી બની શકે છે. આ જાણ હોવા છતાં સાધુ આ બધું જ કરે, વ્યાખ્યાનાદિમાં પણ એવા હાવ-ભાવ કરે કે જેથી સ્ત્રીઓને આકર્ષણ પ્રગટે... જો આવું કરે અને એના કારણે સ્ત્રીઓમાં વિકાર જાગે, સાધુ પ્રત્યે રાગ જાગે તો સાધુને આ ભાવમૈથુન કરાવવાનો દોષ ચોક્કસ લાગે. ટુંકમાં વિભૂષાપ્રિય સાધુ સ્વયં અબ્રહ્મ ન સેવે, સ્વયં કદાચ વિકારરહિત હોય, તો પણ એ વાસનાઓ ઉત્પન્ન કરાવવા દ્વારા ચોથા વ્રત સંબંધી પોતાની પ્રતિજ્ઞાનો લોપ કરે છે. અનુમોદન : “રૂપાળા છોકરા-છોકરી પતિ-પત્ની બન્યા હોય, એ ઉપાશ્રયાદિમાં વિંદનાદિ માટે આવે, એમને જોઈને વિચાર આવે કે આ બેની જોડી સારી છે... તો એ એમના અબ્રહ્મ સુધીના પાપની અનુમોદનાનો દોષ લાગે.” આપણા સંસારી સ્વજનોમાં કોઈ છોકરા કે છોકરીના લગ્ન થતા ન હોય, અને મા-બાપ વગેરેની ઘણી મહેનત બાદ એમના લગ્ન ગોઠવાય, સારો સંગાથી બને... એ બધી વાતની ખબર આપણને પડે. ત્યારે આપણને મનમાં ઉંડે ઉડે પણ ટાઢક વળે કે “ચાલો, સારું થયું એ બિચારો (બિચારી) દુઃખી હતો, પણ હવે એનું ઠેકાણું પડી ગયું.” સ્વજનો આવીને ફરિયાદ કરે કે “સાહેબ ! આ છોકરાનું | છોકરીનું ઠેકાણું પડતું નથી. અમે તો મહેનત કરી કરીને થાકી ગયા...” એ વખતે આપણને દુઃખ થાય. “હવે આનું ગોઠવાઈ જાય, તો સારું.” કદાચ અણસમજના કારણે કોઈક સાધુ ભગવાન પાસે પ્રાર્થના પણ કરી બેસે કે “ભગવાન ! એ છોકરાનું | છોકરીનું ઠેકાણું પાડી આપજે...” આપણા સ્વજનો કે બીજાઓ ફરિયાદ કરવા આવે કે “સાહેબ! દીકરાને એની વહુ સાથે બનતું નથી. બંનેનો સ્વભાવ વિરોધી છે. વહુ પિયરમાં ચાલી ગઈ છે. તલાકની વાતો ચાલે છે... શું બનશે ? કંઈ ખબર નથી પડતી...” આ બધું સાંભળીને આપણને વિચાર આવે કે “અરેરે ! બિચારાનો હર્યો ભર્યો સંસાર નંદવાઈ જશે.” વાસનાગ્રસ્ત કોઈ સાધુને વિચાર આવે કે “આ ભવમાં તો હવે સંસારના સુખો મળવાના નથી. પણ આવતા ભવમાં દેવલોકમાં જઈશ, તો ત્યાં બધું મને મળશે.” આ વિચારોના કારણે જ જ્યારે શાસ્ત્રોમાં દેવ-દેવીના ભોગસુખો વગેરેની વાતો વાંચવામાં આવે, ત્યારે એને એ બધું ગમે. શ્રીપાલ આઠ કન્યાઓને પરણ્યો, ચક્રવર્તીને ૬૪ હજાર સ્ત્રીઓ હોય... આ બધું સાંભળે ત્યારે એને વિચાર આવે કે “તે બધા કેવા સુખી હશે. કેવા મસ્ત હશે. રાજકુમારીઓ, દેવી જેવી કન્યાઓ એમને મળી...” આ બધું જ અબ્રહ્મની અનુમોદના રૂપ બની રહે. Page #292 -------------------------------------------------------------------------- ________________ ~ઓ..વૃિતઓ...ાલો...માવો... પંચમ મહાવ્રત કરાવણ ઃ ગૃહસ્થોની કુંડળી જોઈ આપી એમને નોકરી-ધંધા અંગેનું માર્ગદર્શન આપવું. “તમારા ગ્રહો જોરદાર છે. ધંધામાં જોખમ પડશે તો પણ વાંધો નહિ આવે. કમાણી જ થશે.” એમ કહેવું. “તમારા ગ્રહો ધંધા માટેના નથી, તમે નોકરી કરશો તો ફાવશો...” વગેરે માર્ગદર્શન આપવું એ પણ પરિગ્રહનું કરાવણ કહેવાય. “જુઓ ટ્રસ્ટીઓ ! તમારે તમારા ટ્રસ્ટમાંથી કોઈને પણ પૈસા આપવા નહિ. દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય કે કોઈપણ દ્રવ્ય કોઈને ન આપવું. હું જે કહું એ પ્રમાણે કરવું...' આ રીતે ટ્રસ્ટીઓને ધર્મદ્રવ્ય ભેગું કરવાનું કહેવું. યોગ્ય સ્થાને પણ વાપરવાની ના પાડવી. “આ કાળમાં અમુક વસ્તુઓ તો રાખવી જ પડે, ન રાખો તો સાધુજીવનમાં પણ જીવવું ભારે પડી જાય. એટલે તમારે બે-ત્રણ કામળી શિયાળા માટે રાખવી. દવાઓ પણ વધારે રાખવી. વૈયાવચ્ચની જે આવક થાય, એ તમારે તમારા અંગત શ્રાવકો પાસે ભેગી કરાવી દેવી. ભવિષ્યમાં કામ આવશે.” આ બધી શિખામણો આપીને બીજા સાધુઓને પરિગ્રહ કરાવવાની પ્રવૃત્તિ કરાવવી. “જુઓ, તમારે ગરમી સહન થતી નથી, ઠંડકવાળી વસ્તુઓ લેવી જરુરી છે. એક કામ કરો. કાળી દ્રાક્ષ, આમળાનો પાવડર, ટેંક પાવડરો તમારી પાસે જ રાખો. ઘરોમાં તો મળે નહિ. અને આ બધામાં આધાકર્મી દોષ લાગતો નથી, માત્ર સ્થાપના દોષ અને ક્રીતદોષ જ લાગે છે. પણ એની ચિંતા ન કરવી. શરીર તો ટકાવવું પડે ને ?” આ બધી પ્રેરણા કરીને સાધુને સ્થાપનાદિ દોષ રૂપે પરિગ્રહ કરવાની પ્રેરણા કરવી. અતિમોંઘી વસ્તુઓ, વિદેશી વસ્તુઓ, આકર્ષક વસ્તુઓ કોઈ વહોરાવવા આવે, ત્યારે આ સાધુ પોતે ન રાખે, પણ એ બધું ભેગું કરીને બીજા સાધુને આપે કે “આ રાખો, એકદમ મોંઘી વસ્તુ છે. તમને કામ આવશે. બરાબર સાચવજો. પરદેશની છે...” વગેરે કરીને ભક્તિભાવથી એને આ વસ્તુ આપવી. (આમાં મુગ્ધતા છે, બિનજરૂરિયાતની વસ્તુ એક સાધુ બીજા સાધુઓને ભક્તિભાવથી આપે, રાખવાનું કહે, એની મોંઘાઈનો ઉલ્લેખ કરી વધુ સારી રીતે સાચવવાનું કહે... એ બધું યોગ્ય તો નથી જ ને ?...) આમ અનેક પ્રકારે પરિગ્રહ-કરાવણ સંભવી શકે છે. અનુમોદન : શ્રાવકો આપણા માટે કોઈક વસ્તુ રાખી મૂકે, એ સ્થાપના દોષ ! આવા દોષવાળી વસ્તુ વાપરીએ, તો પરિગ્રહની અનુમોદનાનો દોષ લાગે. આપણો સંસારી પિરવાર આપણા માટે ભવિષ્યની ચિંતાથી કોઈ ફ્લેટ ખરીદી રાખે, આપણી વૈયાવચ્ચ માટેની રકમ અલગ મૂકી દે. આની જો આપણને ખબર પડે તો આપણે ૨૯૧ *** Page #293 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો ના પાડવી જોઈએ. “જ્યારે જરુર પડશે, ત્યારે શ્રીસંઘ મારી કાળજી કરશે. મારા માટે ફ્લેટ કે ધન રાખવાની કોઈ જ જરુર નથી.” એમ કહેવું જોઈએ. એને બદલે મનમાં એમ થાય કે “ચાલો, સારું થયું. ભવિષ્યની ચિંતા મટી ગઈ.’’ તો એ પરિગ્રહની અનુમોદનાનો દોષ લાગે. કોઈક જગ્યાએ સવારે સ્વામીવાત્સલ્ય હોય, આપણે એકાસણું કરતા હોવાથી સવારે વા૫૨વાનું ન હોય... પણ નવકારશીવાળા એમ વિચારે કે “બપોરે એકાસણાવાળાને ચાલશે.” અને તેઓ સવારે મીષ્ટાદિ અનુકૂળ વસ્તુઓ એકાશણવાળા માટે વધારે લાવીને રાખી મૂકે...આની આપણને ખબર પડે ત્યારે આનંદ થાય કે “નવકારશીવાળાએ સારું કર્યું. હું સામેથી તો કહી ન શકત. પણ તેઓને જાતે જ આ ભક્તિભાવ જાગ્યા, એ માટે એમને ધન્યવાદ આપવા જોઈએ...” તો આ પરિગ્રહની અનુમોદનાનું પાપ લાગ્યું. આપણા કોઈ શ્રીમંતભક્તો આપણને અનુષ્ઠાનાદિમાં પુષ્કળ આર્થિક લાભ લેતા હોય, એના કારણે આપણા અનુષ્ઠાનો ખૂબ સારામાં સારા થતા હોય... એટલે જ જો એ શ્રીમંત ભક્તો ધંધાદિમાં ખૂબ કમાય તો આપણને આનંદ થાય. અને એ ભક્તો ધંધાદિમાં નુકસાન પામે તો આપણને ખેદ થાય. “હવે આપણા અનુષ્ઠાનો શી રીતે થશે ? એ ભક્તો તો હવે આમાં લાભ લે એમ નથી લાગતું. આ તો ભારે મુશ્કેલી થઈ...” આમ એના નુકસાનમાં આપણને ચિંતા થાય... આ પણ એ ગૃહસ્થોના પરિગ્રહની અનુમોદનાના પાપરૂપ જ છે. પોતાના અનુષ્ઠાનો ઘટી ન જાય, એ માટે જ શ્રીમંતભક્તોને ધંધો બંધ કરવાની પ્રેરણા ન કરવી, એ ધંધો ચાલુ જ રાખે એવી અપેક્ષા રાખવી, માટે જ એને દીક્ષાની પ્રેરણા પણ ન કરવી... એ સામેથી દીક્ષાની વાત કરે તો પણ એક કે બીજા બહાને એનો ઉત્સાહ ઘટાડી દેવો... “સંપત્તિ દ્વારા તું જે શાસન સેવા કરે છે, તે અવ્વલકોટિની છે. દીક્ષા લઈને તું શું કરશે ? તું અત્યારે જે કામ કરે છે, એ કોઈ કરી શકે એમ નથી.” એવી શિખામણ આપવી... આ બધામાં પણ ઉંડે ઉંડે તો એના પરિગ્રહની અનુમોદના જ ધરબાયેલી પડી છે. ,, ટુંકમાં આપણે પરિગ્રહ કરીએ નહિ કે કરાવીએ નહિ, પણ કોઈ સાધુ કે ગૃહસ્થ આપણા માટે કે અન્ય માટે વસ્તુનો સંગ્રહ કરે, અને એમાં આપણને આનંદ થાય “સારું થયું.” એવા વિચારો આવે તો એ ચોક્કસ પરિગ્રહની અનુમોદના રૂપ દોષ લાગે જ. અલબત્ત આગળ જેમ અનેક બાબતોમાં અપવાદ દર્શાવેલો, એમ આમાં પણ તે તે પ્રકારે અપવાદ સમજી લેવો. ગીતાર્થ કે ગીતાર્થ નિશ્ચિત સાધુ કારણસર યતનાપૂર્વક કંઈપણ કરે તો એ દોષ નથી. બાહ્યદૃષ્ટિથી તે દોષ લાગે. તો પણ પરમાર્થથી એ દોષ નથી, એમ નક્કી જાણવું. ****** ૨૯૨૪૪ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૧૮. મહાવ્રતોની રક્ષાનો-વૃદ્ધિનો અમોઘ ઉપાય ઃ ભાવતાઓ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રીયોગશાસ્ત્રગ્રન્થના પ્રથમ .शमा वात रीछ ? भावनाभि वितानि पञ्चभिः पञ्चभिः क्रमात् । महाव्रतानि નો ઋી સાધન્ય વ્યર્થ પમ્ પાંચ પાંચ ભાવનાઓથી ભાવિત કરાયેલા મહાવ્રતો કોને મોક્ષ ન સાધી આપે? અર્થાત્ જો પાંચ મહાવ્રતોની કુલ પચ્ચીસ ભાવનાઓ બરાબર ભણાવવામાં આવે, તો નક્કી એ મહાવ્રતો મોક્ષ આપે, આપે ને આપે જ. જો આ ભાવનાઓનો આશરો ન લેવાય, તો મહાવ્રતોની શુદ્ધિ વધતી અટકે અને જેટલી શુદ્ધિ હોય તે પણ ઘટતી જાય.. છેવટે મહાવ્રતો મૂળમાંથી જ નષ્ટ થાય અને જીવ ફરી એકવાર ભવભ્રમણ માટે દુર્ગતિઓના રસ્તે આગળ વધતો જાય. મહાવ્રતો જો કલ્પવૃક્ષ છે, તો ભાવનાઓ એના સંરક્ષણ માટેની વાડ છે. મહાવ્રતો જો જીવ છે, તો ભાવનાઓ એ જીવને જીવાડનાર પ્રાણવાયુ છે. મહાવ્રતો જો સુંદર સરોવર છે, તો ભાવનાઓ એની રક્ષા કરનારી પાળ છે. જો વાડ નહિ, તો કલ્પવૃક્ષ નહિ, જો પ્રાણવાયુ નહિ, તો જીવનું જીવન નહિ, જો પાળ નહિ, તો સરોવર જ નહિ... એમ જો ભાવનાઓ નહિ, તો મહાવ્રતો પણ નહિ. આ વાતને બરાબર ધ્યાનમાં લઈને આપણે એ ભાવનાઓનો વારંવાર અભ્યાસ કરવાનો છે. શરુઆતમાં એ ભાવનાઓ ભલે અઘરી લાગે, તો પણ જેમ જેમ એનો અભ્યાસ કરતા જશું, તેમ તેમ એ ભાવનાઓ આત્મસાત્ થતી જશે. પ્રશ્ન : એ પચ્ચીસ ભાવનાઓ કઈ છે? એ દર્શાવશો ? ઉત્તર : ચોક્કસ ! પ્રથમ મહાવ્રતની પાંચ ભાવનાઓ કલિકાલસર્વજ્ઞશ્રીએ યોગશાસ્ત્રમાં આ ભાવનાઓ દર્શાવતા કહ્યું છે કે मनोगुप्त्येषणादानेर्याभिः समितिभिः सदा । दृष्टान्नपानग्रहणेनाहिंसायां भावयेत् सुधीः। (૧) મનોગુપ્તિ : મનમાં કોઈપણ સંકલ્પ વિકલ્પો ન થવા દેવા, ગમે તેવી Page #295 -------------------------------------------------------------------------- ________________ જ જ જ મહાવત પરિસ્થિતિ ઊભી થાય તો પણ શમભાવમાં રહેવું એનું નામ મનોગુપ્તિ ! અહિંસાની દૃષ્ટિએ વિચારણા કરીએ તો કોઈપણ જીવ આપણું અહિત કરનાર આપણને લાગે ત્યારે આપણને એના પ્રત્યે ગુસ્સો ચડે, આપણને એનું અહિત કરવાનું મન થાય, આપણે એનું અહિત ન કરીએ તો પણ એનું અહિત જો બીજી કોઈ રીતે થઈ જાય...તો એમાં આપણને હર્ષ થાય... આ એક પ્રકારની ભાવહિંસા છે. કોઈ પણ જીવ પ્રત્યેનો તિરસ્કાર ભાવ, અરૂચિ ભાવ, ધિક્કાર ભાવ, નિષ્ફર ભાવ, આવેશભાવ, એ બધા જ ભાવહિંસાના સ્વરૂપો છે. મનોગુપ્તિને જો આત્મસાત્ કરવામાં આવે તો આવા કોઈપણ ભાવો ન જાગે, અને તો પ્રથમ મહાવ્રત સહેલાઈથી પાળી શકાય. આ પદાર્થ દષ્ટાંત દ્વારા વિચારીએ. ધારો કે આપણા ગુરુને આપણા માટે વિશેષ લાગણી નથી, ધારો કે સહવર્તીઓમાંથી કોઈક વારંવાર આપણને પરેશાન કરે છે, નાની નાની વાતોમાં આપણને ઠપકો આપે છે, બીજા આગળ ફરિયાદ કરે છે, આપણી બદનામી કરે છે. ધારો કે ગ્રુપમાં જાણી જોઈને આપણને વધારે કામ સોંપવામાં આવે છે, ધારો કે કોઈક સહવર્તીઓ આપણી સાથે અબોલા લઈ લે છે, આપણે બોલાવીએ તો પણ બોલતા નથી. ધારો કે ગુરુ બીજા બધાને શિષ્ય કરી આપે છે, પણ આપણા શિષ્ય થવા દેતા નથી, થતા હોય તો અટકાવે છે. ધારો કે ગુરુ બીજા બધાને વ્યાખ્યાનાદિમાં આગળ વધારે છે. પણ આપણને આગળ વધવા દેતા નથી – એવી અનુકૂળતા કરી આપતા નથી. ધારો કે આપણે માંદા પડીએ ત્યારે કોઈ આપણી સેવા કરતું ન હોય-ચાલુ માંદગીમાં પણ આપણે આપણા પ્રતિલેખનાદિ કાર્યો સ્વયં જ કરવા પડતા હોય, ધારો કે ગુરુજનો કે વ્યવસ્થાપક ગોચરી માંડલીમાં બીજાઓને ખૂબ સાચવે, એમને સારી સારી વસ્તુઓ આપે પણ આપણા તરફ બિલકુલ ધ્યાન ન આપે. આપણી નોંધ જ ન લે. ધારો કે આપણી ભણવા માટેની ખૂબ ઈચ્છા હોય, શક્તિ હોય પણ ગુરુ તરફથી અભ્યાસ માટેની કોઈપણ વ્યવસ્થા જ ન ગોઠવાય, ધારો કે આખા ગ્રુપમાં આપણે કોઈને પ્રિય ન બનતા હોઈએ, કોઈને આપણા માટે અંતરની લાગણી ન હોય.... શ્રમણજીવનમાં ક્યાંક ક્યાંક ક્યારેક ક્યારેક આવું બધું પણ બની શકે છે ને ? એ જ વખતે આપણું મન ગુરુ પ્રત્યે - વ્યવસ્થાપક પ્રત્યે - સહવર્તીઓ પ્રત્યે દ્વેષભાવ ધારણ જ ૯૯ જાત જા૨૯૪૯ ૯૯૯૯૯૯૯૯૯૯૯ Page #296 -------------------------------------------------------------------------- ________________ આe-8------જલન મહાવ્રતોની રક્ષાતો-વૃદ્ધિનો અમોઘ ઉપાય : ભાવતાઓ -------- કરી લે છે ને ? એ જીવો પ્રત્યે અરૂચિ ઉત્પન્ન થાય છે ને ? એમનું કાંઈપણ ખરાબ થાય તો “સારું થયું. એ એને જ યોગ્ય હતા.” એવા એવા વિચારો આવી જાય છે ને ? આ સ્પષ્ટ રીતે ભાવહિંસા જ છે ને ? આ વખતે મનોગુપ્તિને આત્મસાત કરી હોય તો આ ભાવહિંસાથી આપણે ચોક્કસ વેગળા રહી શકીએ. (ક) મેં પૂર્વભવમાં એવા જ કોઈક પાપો કર્યા હશે કે જેનો ઉદય આજે ચાલે છે અને એના કારણે આ બધું બને છે. જો હું સહન કરીશ તો એ જૂના કર્મો ભોગવાઈને ખતમ થશે અને નવા કર્મો નહિ બંધાય. પણ જો હું દ્વેષ કરીશ, પ્રતીકાર કરીશ, આવેશ લાવીશ તો નવા કર્મો પાછા બંધાશે, એ ભવિષ્યમાં પાછી આજ હેરાનગતિ ઊભી કરશે... એવો ખોટનો ધંધો કોણ કરે? હવે તો આ જે કર્મોનું દેવું છે, એ ચૂકવી દઉં, નવું દેવું ઊભું ન થાય એ માટે જાગ્રત રહું એ જ મારું કર્તવ્ય છે. (ખ) મને જે પરેશાની થાય છે, એમાં નિમિત્ત બનનારા આ બધા જીવો તો મારા પરમ ઉપકારી છે કે તેઓ દેવું ચૂકવવામાં મને સહાય કરે છે. જેમ સંસારીઓને કરોડ રૂપિયાનું દેવું હોય અને કોઈ ઉદાર માણસ એને દેવું ચૂકવી આપવામાં સહાય કરે તો એ માણસ ઉપકારી જ ગણાય ને? દેવાદારને પણ એ માણસ તરફ સદ્ભાવ જ થાય ને ? દેવાદાર બધે એ માણસની પ્રશંસા જ કરે ને ? કે “આ મારા પરમ ઉપકારી છે, મારું દેવું ચૂકવી આપવામાં મને જબરજસ્ત સહાય કરી છે. એમણે સહાય ન કરી હોત, તો મારું દેવું કેમ ચૂકતે થાત ?” બસ, એ જ રીતે આ બધા તો મારા કર્મ રૂપી દેવાના વિનાશ માટે મને પુષ્કળ સહાયક બની રહ્યા છે. મારે એમનો ઉપકાર કેમ વીસરાય? આ બધા તો મારા અનંત ઉપકારી છે. ગજસુકુમાળે અગ્નિની પાળ બાંધનારા સસરાને, બંધક મુનિએ શરીરની ચામડી ઉતરડી નાંખનારા મારાઓને (કસાઈઓને), મેતારક મુનિએ આંખોના ડોળા બહાર કઢાવી નાંખનારા સોનીને, અવંતિ સુકમાલે બે પ્રહરમાં પોતાનું અડધું શરીર ખાઈ જનારા શિયાળીયાઓને, કુરગડુએ પોતાના પાત્રમાં થુંકનારા મુનિઓને ઉપકારી જ માન્યા છે ને ? શું આ બધાની વિચારધારા ખોટી હતી? ખોટી હોત તો એમનું હિત થાત? પણ આ બધાનું કલ્યાણ જ થયું છે... તો મારે પણ આ બધાને મારા ઉપકારી જ કેમ ન માનવા? એમના પ્રત્યે અહોભાવ કેમ ન રાખવો ? (ગ) આ બધા તો મારામાં અનેક ગુણો વિકસાવી આપવાનું કામ કરે છે. આ બધું સહન કરવાથી મારામાં સહનશીલતા વધે છે. આ બધો ત્રાસ હું જાતે અનુભવું છું, એટલે -------------------------- ૨૯૫ - - - - - - - - - - - - - - - - Page #297 -------------------------------------------------------------------------- ________________ * * * * * જ. મહાવતો * - - આવતીકાલે હું કોઈને પણ આવો ત્રાસ નહિ જ આપું... આમ હું ભવિષ્યમાં આવો ત્રાસ ન આપનારો, બધાને પ્રસન્નતા આપનારો સારો સાધુ બનીશ... એ બધું આમના તરફથી મળેલા આ બધા અનુભવનો જ પ્રભાવ ને? કોની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? આપણે કેવો વ્યવહાર કરીએ, તો સામેવાળાને ત્રાસ થાય,... આ બધું જ આ બધા દ્વારા મને શીખવા મળી રહ્યું છે. એક મહાન અનુભવી જીવ હું બની રહ્યો છું. આવતીકાલે આ અનુભવ મને સેંકડો-હજારો ઉપર ઉપકાર કરવામાં નિમિત્ત બનવાનો છે... મારી વાતો સાંભળીને લોકો આફરીન પોકારી ઉઠશે કે “ઓહો ! આમણે કેટલું બધું સહન કર્યું.” આમ એક ગુણવાન આત્મા બનવામાં આ બધા મારા સહાયક છે. (ઘ) દુઃખ અને સુ:ખ તો છેવટે મનને આધીન છે. બહાર ખરાબમાં ખરાબ પ્રસંગો બનતા હોય તો પણ મન જો સ્વચ્છ-પ્રસન્ન રહે તો દુઃખ લાગતું જ નથી. બહાર સારામાં સારા પ્રસંગો બનતા હોય તો પણ મન જો ઉગમાં ચડી જાય તો દુઃખનો કોઈ પાર રહેતો નથી. એટલે હું દુઃખી થાઉં છું, તો એ મારો જ દોષ છે. મારા મનની નબળાઈનો દોષ છે. આ બિચારા સંસારીઓ રોજ આઠ-દસ કલાક મજુરી કરે છે, નોકર તરીકે જીવે છે, શેઠના ઠપકાઓ સાંભળે છે... છતાં એ બધા મારી જેમ સંકલેશમાં આવીને નથી જીવતા. એકદમ પ્રસન્નતાથી જ જીવે છે. તેઓ સમજે છે કે “આ બધું તો થવાનું જ, એ નિભાવવું જ પડે... તો હું પણ આ રીતે મારા મનને મનાવી લઉં તો કોઈ ખેદ પછી ન થાય. | (ચ) “ ટ્રાથિરું પથ'' આ સૂત્રના આધારે મનને મનાવવું સહેલું છે. આપણને જે દુઃખો છે, એના કરતા હજારગણા દુઃખવાળા જીવો આ સંસારમાં અઢળક પ્રમાણમાં છે એમનો વિચાર કરીએ તો આપણું દુઃખ સુખ જ લાગે. સાસરામાં પતિનો માર ખાતી, સાસુ-સસરાની ગાળો ખાતી, પતિના લફરાઓને નરી આંખે જોતી, છેલ્લે સાસુ-સસરા-પતિ દ્વારા કરાતી હત્યાનો, સળગી જવાનો ભોગ બનતી હજારો સ્ત્રીઓ આ વિશ્વમાં છે... એને યાદ ન કરીએ ? રોજના દસ-દસ કલાક ઢોરમજૂરી કરતા, ભઠ્ઠીઓ પાસે ગરમીમાં સેકાતા, માંદગીના કારણે કામ પર ન જઈ શકે તો પગાર-કપાત ભોગવતા, ગમે તે ઘડીએ નોકરીમાંથી કાઢી મુકવામાં આવે... એ રીતે અદ્ધર શ્વાસે જીવતા, પોતાના પરિવારથી વર્ષો સુધી અલગ જ રહેતા... કેટલાંય જીવંત માનવશબોને શું આપણે ન યાદ કરી શકીએ ? ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ખુલ્લા ખેતરોમાં ખેડવાના કામ માટે કલાકો સુધી શ્રમ કરતા, ગાડામાં જોડાઈને અતિશય ભાર વેંઢારતા, માર ખાઈ ખાઈને મુંગા મુંગા આંસુ સારતા, છેલ્લે ચીસો પાડીને કતલખાનાઓમાં કપાઈ જતા લાખો ઢોરોને આપણે ન વિચારી શકીએ ? Page #298 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતોની રક્ષાતો-વૃદ્ધિતો અમોઘ ઉપાય : ભાવતાઓ કેટલું વર્ણન કરવું ? દુનિયા દુ:ખીઓથી જ ભરેલી છે. એમાં આપણા દુઃખની તો કોઈ કિંમત જ નથી, એની કોઈ નોંધ લેવા ય તૈયાર નથી. બસ, એક માત્ર આપણે જ આપણા અણુ જેવા દુઃખને મેરુ જેવા ધારીને હાથે કરીને દુઃખી થઈએ છીએ. ભૂલ આપણી જ છે. એમાં બીજાને ગાળો દેવાનો કોઈ અર્થ ખરો ? આવી તો અનેકાનેક વિચારધારાઓ છે, જેને આધારે જીવ મનોગુપ્તિ સાધી શકે છે. એમાં સંકલ્પ-વિકલ્પો ઉઠતા નથી. દરેક જીવ પ્રત્યે સાહજિક રીતે જ મૈત્રીભાવની અમૃતધારા ચાલ્યા જ કરે, દરેક જીવ પ્રત્યે લાગણીના ફુવારાઓ ઉઠ્યા જ કરે, દરેક જીવ આપણને આપણો લાગે-પ્યારો લાગે- વ્હાલો લાગે... આ મારો શત્રુ ! આ મારો વિરોધી ! આ મારો નિંદક ! આ મારો હિતદ્વેષી ! આ મારો ઈર્ષ્યાળુ ! આ મને પરેશાન કરનાર ! આ મને ગાળો દેનાર ! આ મારું અપમાન કરનાર ! આવો એકપણ વિચાર કદીપણ મનમાં ઉભો જ ન થાય. આપણા શબ્દકોશમાંથી આ બધા જ શબ્દો કાયમ માટે વિદાય લઈ લે. “શિવમસ્તુ સર્વજ્ઞાતઃ'' એ શબ્દો માત્ર આપણી જીભે નહિ, પણ આપણા રૂંવાડે રૂંવાડે નાદ પોકારતા હોય, એ માત્ર પળભર નહિ, પણ જીવનભર આપણા જીવનમાં આત્મસાત્ થયેલા હોય... આપણે સમગ્રજીવોની માંતાના વાત્સલ્યની અનુભૂતિ કરીએ ! આપણે સમગ્રજીવોના પરમમિત્ર તરીકે જાતને અનુભવીએ ! આમાંય જેઓ આપણને દુ:ખ દે છે, પરેશાન કરે છે, ઈર્ષ્યા કરે છે, આગળ વધતા અટકાવે છે... એ બધા તો આપણા વધુ વહાલા મિત્ર ! વધુ પ્યારા મિત્ર ! વધુ નિકટના સ્વજન ! મૈત્રીભાવથી ગર્ભિત આવી મનોગુપ્તિ જો આપણે સાધી લઈએ, તો ભાવ હિંસા ઉત્પન્ન જ ન થાય, પ્રથમ મહાવ્રત કદી દુષિત ન થાય. (મનોગુપ્તિ માટે વિશેષ વર્ણન જોવું હોય, તો ‘અષ્ટ પ્રવચન માતા’ પુસ્તકની મનોગુપ્તિ વાંચવી...) (૨) એષણા : આપણને મોક્ષ જ જોઈએ છે, એ વાતમાં તો કોઈ જ વિવાદ નથી. પણ એ મોક્ષ માટે રત્નત્રયીની જરુર છે, એ રત્નત્રયીને માટે શરીરની જરુર છે. શરીરને ટકાવવા માટે આહાર-પાણીની જરુર છે. આહાર એવો ઓડકાર ! એ ન્યાયે જો સાધુનો આહાર દોષિત, તો સાધુનું જીવન દોષિત ! માટે જ નિર્દોષગોચરી માટે મોટા મોટા શાસ્ત્રોની રચના કરવામાં આવી છે. એમાં ય ૪૨ દોષમાંથી મોટા ભાગના દોષો તો હિંસાદોષના નિવારણ માટે જ છે. પ્રાયઃ દરેકે દરેક દોષોમાં નાની-મોટી હિંસા થાય છે, માટે જ એ ૪૨ દોષોનો ત્યાગ કરવો. ****** ************* Page #299 -------------------------------------------------------------------------- ________________ ૪-૦૯-૨૯૯-૪-૯-૯-૯-૦૯--૯૯-જલ મહાવ્રતો કે--૯-૦૯-૦૯-૯-૪-૦૯ ---- હા ! એના માટે પ્રચંડ પુરૂષાર્થ ફોરવવો પડે, મોટા દોષો તો છોડવાના જ. પણ નાના દોષોને પણ છોડવાના. એની ઉપેક્ષા નહિ કરવાની. જો ૪૨ દોષો ત્યાગવામાં આવે, તો આહાર-પાણી સંબંધી તમામ હિંસાઓ બંધ થઈ જાય, તેનો મોટો ફાયદો એ કે આપણું પ્રથમ મહાવ્રત સુરક્ષિત રહે (એષણાસમિતિ માટે વિશેષ વર્ણન જોવું હોય, તો મુનિજીવનની બાળપોથી ભાગ ૧-૨-૩ અને અષ્ટ પ્રવચનમાતા પુસ્તકની એષણાસમિતિ વાંચવી) (૩) આદાન: કોઈપણ વસ્તુ લેતી વખતે કે મુકતી વખતે પહેલા બરાબર જોવું અને પછી મુંજવું... એ પછી જ વસ્તુ લેવી-મુકવી... આ આદાન-સમિતિ છે. જો પ્રતિલેખન+પ્રમાર્જન ન કરવામાં આવે, તો જીવોની હિંસા થવાની જ. રોજીંદા જીવનમાં સવારથી માંડીને રાત સુધી સેંકડો વખત આવુ બનવાનું કે આપણે વસ્તુ લેવી પડે અને વસ્તુ મુકવી પડે... એક બોલપેન હાથમાં પકડવી હોય તો પણ પહેલા બોલપેન જોઈ લેવાની અને પછી જ એને મુહપત્તીથી પુજવાની... એ બાદ જ બોલપેન ઉંચકવાની. એમ બોલપેન મુકવી હોય તો પણ જ્યાં મુકવાની હોય તે જગ્યા પહેલા બરાબર જોવી પડે, પછી ત્યાં પૂંજવું પડે... એ પછી જ ત્યાં બોલપેન મુકાય. આ તો એક દૃષ્ટાંત આપ્યું, એમ દાંડો લેતા કે મુકતા, ટેબલ-પાટ વગેરે હલાવતા કે એક સ્થાનેથી બીજા સ્થાને ઉંચકીને મુકતા, ટેબલ કે પાટ પર રહેલા આપણા હાથ જરાક પણ હલાવતા, સ્વાધ્યાયાદિ માટે બેઠા હોઈએ ત્યારે પગને જરાક પણ હલાવવાના હોય ત્યારે, પાત્રા પ્રતિલેખન કરીને એક પછી એક વારાફરતી જમીન પર મુકવાના હોય ત્યાં દરેક વખતે, ઉપધિ પ્રતિલેખન કરીને એક પછી એક વારાફરતી જમીન પર મુકવાના હોય ત્યાં દરેક વખતે, પાણી વહોરીને લાવ્યા બાદ એ ઘડો જ્યાં મુકવાનો હોય ત્યાં, ગોચરી વહોરીને લાવ્યા બાદ એ પાત્રા-તરપણી જે સ્થાનમાં મુકવાના હોય ત્યાં, સ્પંડિત જવા માટે કામળી-કપડો હાથમાં લેવા જઈએ ત્યારે, પુસ્તક-પ્રત પાત્રાદિ પર પડ્યા હોય એ હાથમાં લેતી વખતે, હાથમાં રહેલ પુસ્તક-પ્રત પાટ-ટેબલાદિ પર મુકવાના હોય તે વખતે, ચશ્મા કાઢીને યોગ્ય સ્થાને મુકવાના હોય ત્યારે, ઉંઘીને ઉક્યા બાદ ચશ્મા હાથમાં લેતી વખતે, 0 0 0 0 0 0 - - - ૨૯૮ ૨૯-૦૯-૦૯-૦૯-૪૨૯-૯-૦ ૯-૯-૯---- Page #300 -------------------------------------------------------------------------- ________________ ના-નાક-ક-લ-લનાલન મહાવ્રતોની રક્ષાતો-વૃદ્ધિનો અમોઘ ઉપાય ઃ ભાવતાઓ અલ-------* હાથ-પગ-પેટ વગેરે જે ભાગ ઉપર ખંજવાળ આવે એ ભાગ ઉપર ખંજવાળતા પહેલા, ભીનું લુંછણિયું જમીન પર, દોરી પર, સળીયા પર સુકવવાનું હોય ત્યારે, માત્રાનો પ્યાલો હાથમાં લેતી વખતે, એમાં માત્ર કરતી વખતે, માત્રુ પરઠવ્યા બાદ એ લુંછીને યોગ્ય સ્થાને મુકતી વખતે, આડા પડ્યા પડ્યા પડખું ફેરવવું હોય, પગ લાંબા કરવા હોય, સંકોચવા હોય ત્યારે, કબાટ-બારી-બારણા ખોલતી વખતે કે બંધ કરતી વખતે, ગોચરી માંડલીના પડદા ખોલતી વખતે કે બંધ કરતી વખતે, વંદનાદિ કરવા માટે કોઈકના અંગુઠાને અડવાનું હોય કે જમીન પર હાથ મુકવાનો હોય ત્યારે, પુસ્તકાદિ વાંચતી વખતે જયારે પાનું ફેરવવાનું હોય ત્યારે, ચોમાસામાં સવારે ઉઠીને પાટ ઉપરથી જમીન પર પગ મુકવાનો હોય ત્યારે, રાત્રે કે કારણસર બપોરે સંથારો પાથરતી વખતે... આવી ઢગલાબંધ બાબતો વખતે તે તે સ્થાન, તે તે વસ્તુ પહેલા બરાબર આંખેથી જોવાની જે જગ્યાએથી વસ્તુ પકડવાની હોય કે જેટલા સ્થાનમાં વસ્તુ મુકાવાની હોય, એ બધું ધ્યાનથી જોઈ લેવું અને પછી જીવ ન દેખાય તો બરાબર પૂજવું એ પછી જ વસ્તુ લેવી-મુકવી. આ રીતે કરીએ તો ત્રસ અને સ્થાવર બંને પ્રકારના જીવોની રક્ષા થાય. આ રીતે ન કરીએ તો ત્રસ અને સ્થાવર બંને પ્રકારના જીવોની હિંસા થાય. (આ અંગે ઘણી જ મહત્ત્વની બાબતો જાણવી હોય, તો અષ્ટપ્રવચનમાતા પુસ્તકની આદાન ભંડ... સમિતિનું લખાણ ખાસ વાંચવું.) ઈર્યાસમિતિ : સૂર્યનો પ્રકાશ જ્યાં પડતો હોય એવા રસ્તા ઉપર, દિવસ દરમ્યાન જ્યાં લોકોની અવરજવર થતી હોય એટલે કે જે રસ્તો વપરાશવાળો હોય, કાચો - અણખેડ્યો રસ્તો ન હોય એવા જ રસ્તા પર જીવોની રક્ષા માટે બરાબર નીચે જોઈને ચાલવું એ ઈર્યાસમિતિ છે. એક ગામથી બીજે ગામ વિહાર કરીએ ત્યારે, સવારે-બપોરે કે સાંજે ગોચરી-પાણી લેવા જઈએ ત્યારે, દર્શન કરવા જઈએ ત્યારે, સ્પંડિલ જઈએ ત્યારે, માત્રુ કરવા અને માત્રુ કરીને પ્યાલો પરઠવવા જઈએ ત્યારે, ગુરુને તથા વડીલોને વંદનાદિ કરવા જઈએ ત્યારે, જ્ઞાનભંડારમાં કે પાઠ લેવા અન્ય ઉપાશ્રયમાં જઈએ ત્યારે,... ૪૯ ૯ ૪૯ - - - ૨૯૯ - - - - - - - Page #301 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો આવા અનેકાનેક કાર્યો માટે જ્યારે આપણે આપણી જગ્યાએથી ઉભા થઈએ અને પહેલું ડગલું મુકીએ, ત્યારથી માંડીને એક એક ડગલું જ્યાં મુકવાનું હોય ત્યાં આપણી દૃષ્ટિ પહેલા પડે, ‘જો જીવો નથી’ એમ દેખાય, તો એ પછી જ પગ પડે. એક પણ ડગલું દૃષ્ટિથી નહિ જોવાયેલી જગ્યાએ તો ન જ પડે.... આ રીતે ઈર્યાસમિતિ પળાય, તો પુષ્કળ જીવહિંસા થતી અટકી જાય. જો ઈર્ષ્યાસમિતિ ન પળાય, તો જીવવિવિરાધના ખૂબ થાય એ સ્પષ્ટ હકીકત છે. (ઈર્યાસમિતિ અંગે પણ ઘણી બધી મહત્ત્વની બાબતો છે, જેઓ તે જાણવા ઈચ્છતા હોય તેઓએ અષ્ટ પ્રવચનમાતા પુસ્તકની ઈર્ષાસમિતિનું લખાણ ખાસ વાંચવું.) દૃષ્ટાન્નપાનગ્રહણ : જે પણ ગોચરી-પાણી વહોરીએ, એ ત્યાં ને ત્યાં જ બરાબર જોઈ લેવા. એમાં કોઈ જીવ ન દેખાય પછી જ એ વહોરવા. જો જોયા વિના વહોરી લઈએ તો ઘણી બધી વિરાધના થવાની સંભાવનાઓ રહે છે. મોહનથાળ - બુંદીના લાડુ-મોતીચુ૨-૨૨માના લાડુ-વગેરે વગેરે જે પોચી મીઠાઈઓ છે, એ આખી ને આખી ન વહોરાય. પાત્રામાં લઈને એના બે-ત્રણ ટુકડા કરવા અને એ બધા ટુકડા જોવાં. ઘણીવાર અંદરના ભાગમાં ફુગ થઈ ગઈ હોય છે. (સફેદ રંગની એ હોય) એ અનંતકાય રૂપ છે. એક તીર્થમાં સાધુઓ આખા ને આખા મોતીચૂર લઈ આવ્યા. પણ ઉપાશ્રયે આવીને તોડ્યા તો અંદર રીતસર ફુગ થયેલી દેખાઈ. અમુક ટુકડા તો વપરાઈ પણ ગયા હતા. એ મીઠાઈને માત્ર ચાર-પાંચ દિવસ થયેલા, તો પણ આવું બન્યું. એમ એક જગ્યાએ સાલમપાકના ૫-૭ ટુકડા વહોર્યા, પણ તોડ્યા નહિ. જ્યારે વાપરવા બેઠા, ત્યારે એના ટુકડા કર્યા તો અંદર ફુગ થયેલી હતી. વહોરાવનારને પૃચ્છા કરી તો એ કહે “ત્રણ જ દિવસ પહેલા સાલમપાક બનાવેલો છે, છતાં કેમ ફુગ થઈ ગઈ?” આવું ઘણી મીઠાઈઓમાં બની શકે છે. ચાસણી બરાબર થઈ ન હોય, ગરમાગરમ મીઠાઈ બોક્ષમાં ભરી દીધી હોવાથી બોક્ષમાં એ ગરમીનો ભેજ વળી ગયો હોય... આવા અનેક કારણોસર બે-પાંચ-દસ દિવસમાં પણ મીઠાઈઓ પર ફુગ થઈ જાય. એ ઉપર પણ થાય કે અંદર પણ થાય... એટલે ઉપરનો અને અંદરનો... બંને ભાગ ધ્યાનથી જોઈ લેવા પડે, નહિ તો અનંતકાયની વિરાધના થાય. ખાંડ, ગોળ, પીસેલી સાકર વગેરે વહોરીએ ત્યારે પણ એને છૂટી છૂટી કરીને બરાબર જોઈ લેવી. એમાં ક્યારેક કીડી-મકોડા કે નાની નાની જીવાતો ઉત્પન્ન થઈ હોય છે. સુંઠ પાવડર, પીપરીમુળ પાવડર, હળદર પાવડરમાં ઈયળો, નાની જીવાતો થઈ 300 X * Page #302 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતોની રક્ષાતો-વૃદ્ધિનો અમોઘ ઉપાય : ભાવતાઓ જાય છે... એટલે એ બધું વહોરતી વખતે પણ ખાસ કાળજી કરવી જ પડે. ચણા-મમરા વગેરેમાં પણ ઈયળો થઈ જાય છે. જો ચણામાં કાણા પડેલા હોય તો જીવાતની શક્યતા પાકી... રોટલી-રોટલા ઉપર પણ કીડી ચડી હોય, ઘીના કારણે ત્યાં જ ચોંટીને મરી ગઈ હોય... આવું પણ બને. માટે દરેકે દરેક રોટલી-રોટલા જોઈ-ચકાસી લેવા જોઈએ. શાકમાં કે દાળમાં ક્યારેક વાંદા વગેરે મરી ગયેલા હોય... જો ધ્યાનથી જોવામાં ન આવે તો એ વાંદા વગેરે ગોચરીમાં આવી જાય. આપણે કોકમ જ સમજી બેસીએ... ચેવડો-મમરા વગેરે ફરસાણો પણ એવા છે કે એમાં કાં તો અંદર જીવાતો ઉત્પન્ન થાય અથવા તો બહારથી એની અંદર જીવાતો આવેલી હોય... ટુંકમાં કોઈપણ વસ્તુ વહોરીએ પછી એ ઘન પદાર્થ હોય કે દૂધ-ઘી-૨સ-પાણીસરબત વગેરે પ્રવાહી‘પદાર્થ હોય, એ બધું બરાબર જોઈ લેવું. કદાચ વહોરતી વખતે જોવાનું ન ફાવે તો છેવટે વાપરતી વખતે તો દરેકે દરેક વસ્તુ, દરેકે દરેક કોળીયો બરાબર જોઈને જ વાપરવો... દૂધમાં કીડી વગેરે મરેલી પડી હોય, તો જો ધ્યાનથી ન જોઈએ તો એ દૂધનો મસાલો જ લાગે. આપણે એમ જ સમજીએ કે દૂધમાં એલચીનો પાવડર છે. હકીકતમાં કીડીના તૂટી ગયેલા અવયવો પણ એ હોઈ શકે છે.... આમ પ્રથમ મહાવ્રતની પાંચ ભાવનાઓ આપણે જોઈ. દ્વિતીય મહાવ્રતની પાંચ ભાવનાઓ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા યોગશાસ્ત્રમાં બીજા મહાવ્રતની પાંચ ભાવના દર્શાવતા ફરમાવે છે કે, हांस्यलोमभयक्रोधप्रत्याख्यानैर्निरन्तरम् । आलोच्य भाषणेनापि भावयेत् सुनूतव्रतम् । હાસ્ય : જે સંયમીવૃંદો સારા છે, જેમાં પરસ્પર સંયમીઓને ઘણો આત્મીયભાવ, મૈત્રીભાવ, લાગણીભાવ છે... એ સંયમીવૃંદોમાં એ બધું સારું હોવા છતાં એમાં એક નાનકડો દોષ ઘૂસી જાય છે. એ છે પરસ્પર મજાક-મશ્કરી કરવી, હસવું - હસાવવું. આત્મીયતા હોય એટલે દિવસે ગોચરી દરમ્યાન, રાત્રે પ્રતિક્રમણ બાદ અને એ સિવાયના પણ સમયમાં સંયમીઓ સાથે બેસે, અલક-મલકની વાતો કરે. એમાં હાસ્યના મોજા પણ ઉછળે, એક બીજા માટે કટાક્ષો પણ થાય, એ રીતે જૂઠ પણ બોલાય. અલબત્ત વ્યવહારમાં, સમાજમાં ‘હસવું' એ સારી ચીજ ગણાય છે... પણ અધ્યાત્મ ક્ષેત્રે હાસ્ય એ પણ મહાભયંકર છે. અનંત સંસાર વધારવાની તાકાત હાસ્યમાં છે, ક્ષપક શ્રેણીને અટકાવી દેવાની તાકાત આ હાસ્યમાં છે, ઉત્પન્ન થયેલા વિશિષ્ટ XXX 301 ** Page #303 -------------------------------------------------------------------------- ________________ * મહાવ્રતો ભાવોને રાખ કરી નાંખવાની શક્તિ આ હાસ્યમાં છે. શાસ્ત્રકારોએ કાંદર્ષિક ભાવનાવાળા સાધુઓ માટે અનંત સંસારની શક્યતાઓ દર્શાવી છે, એ ઉત્તરાધ્યયનસૂત્રના જ્ઞાતાઓને ખ્યાલમાં હશે જ. મહોપાધ્યાયજીએ વૈરાગ્યકલ્પલતામાં કહ્યું છે કે कन्दर्पमन्यस्य न भूरिहास्यक्रीडाचिं कस्यचिदीरयन्ति । समाधिभाजः कुद्दशां मतेऽपि स्वयं न हास्यप्रथने रताः स्यु : । સમાધિશાલી મહાત્માઓ એવી પ્રવૃત્તિ કદી ન કરે કે જેનાથી બીજાઓને વિકારો જાગે, બીજાઓ હસે... ખડખડાટ હસે. રે ! મિથ્યાત્વી દર્શનો પણ એવું માને છે કે સમાધિશાલી આત્માઓ જાતે હસે નહિ કે હાસ્યનો ફેલાવો કરે નહિ. आक्रोशहास्यादिकमन्यधर्मेऽप्यपक्वभावं ब्रुवते समाधेः । અન્ય ધર્મોમાં પણ કહ્યું છે કે આક્રોશ, હાસ્ય એ બધા વિકારો સમાધિભાવની અપરિપક્વતાને સુચવે છે. અર્થાત્ જેઓ પાસે પરિપક્વ સમાધિ ન હોય, તેઓ જ હાસ્યાદિ કરે.... એટલે જ સાધુએ ગંભીર બનવું જોઈએ. વધુમાં વધુ મોઢા પર સ્મિત પ્રગટે, પણ ખડખડાટ હાસ્ય સાધુને ન શોભે. આપણી મુહપત્તી એટલી મોટી નથી કે ખડખડ હસતા મોઢાને ઢાંકી શકે. વળી હસતી વખતે મુહપત્તીનો ઉપયોગ રહે એ ઓછું શક્ય છે. હાસ્યનું કામ એવું છે કે એક પછી એક વાતો નીકળતી જ રહે, કલાકો પસાર થઈ જાય તો ય હાસ્ય પ્રોગ્રામ બંધ ન થાય. આ બધુ તદન અનુચિત છે. મોક્ષમાર્ગના મુસાફરો આ રીતે નોકષાયના ગુલામ બને, અને એ ગુલામીને પાછી સારી માને, “આ તો અમારા વચ્ચેની આત્મીયતા છે” એમ સમજે, એના જેવું મિથ્યાત્વ વળી બીજું કયું ? પણ આપણામાં સમાધિભાવ પ્રગટ્યો નથી, અધ્યાત્મભાવ પ્રગટ્યો નથી કે એવો દૃઢ બન્યો નથી એટલે હાસ્યના સકંજામાંથી છૂટી શકતા નથી. ક્યારેક તો એવું કહેવાનું મન થઈ જાય કે “જો પરસ્પરની આત્મીયતા - મૈત્રીના કારણે રોજે રોજ ઘણો સમય હસવાનું થતું હોય, તો એ આત્મીયતા પણ આધ્યાત્મિક ન હોવાથી ઉપાદેય નથી.” જો સાધુ ગંભીર બને, વાતોચીતો-ગપ્પાઓ ત્યાગી દે, જ્યારે વાત કરે ત્યારે માત્ર આત્માના હિતની વાતો, સંયમની વાતો, પરિણતિની વાતો, અધ્યાત્મની વાતો કરે.... તો આ હાસ્ય ઉપર કાબુ આવી જાય, તો એના દ્વારા વારંવાર થતો બીજા મહાવ્રતનો ભંગ અટકી જાય... લોભ : વસ્તુઓની આસક્તિ એ વસ્તુઓની પ્રાપ્તિ માટે જૂઠ- બોલવા પ્રેરે, ૩૦૨ Page #304 -------------------------------------------------------------------------- ________________ ------ન મહાવ્રતોની રક્ષાનો-વૃદ્ધિનો અમોઘ ઉપાય ? ભાવનાઓ અલગ-અલ----- બહાનાઓ ઉભા કરવા પ્રેરે. છ'રી પાલિત સંઘમાં, શિબિરોમાં, મહોત્સવોમાં ત્રણ ટાઈમનાં રસોડા જોરદાર ચાલતા હોય તો જો સાધુને એ બધું વાપરવાનો લોભ જાગે તો માંદગીનું, અશક્તિનું કે ત્રીજું કોઈ બહાનું કાઢીને સાધુ એકાસણા ત્યાગીને નવકારશી કરવા લાગે. આમ લોભના કારણે જૂઠ ઉત્પન્ન થાય. શિષ્યનો લોભ કોઈકની નિંદા અને પોતાની પ્રશંસા કરવા પ્રેરે, નવા વસ્ત્રોનો લોભ વપરાશવાળા વસ્ત્રો ચાલે એવા હોય તો પણ એને નકામા કહેવા પ્રેરે, વ્યાખ્યાનનો લોભ શ્રાવકો દ્વારા પોતાના વ્યાખ્યાનની મોટી મોટી પ્રશંસા કરાવવા પ્રેરે.. અમુક જ સ્થાને ચાતુર્માસ કરવાનો લોભ બાકીના સ્થાનોના ખોટા-સાચા દોષો બોલવા પ્રેરે. આવા અનેક દૃષ્ટાન્તો પૂર્વે આપી જ ગયેલા છીએ. લોભ=સ્પૃહા=આસક્તિ જો દૂર ફગાવી દેવાય તો એના આધારે ઉભા થતા એકપણ જૂઠ ઉભા ન થાય. આ માટે તો એક જ ભાવને વારંવાર ઘુંટવો જોઈએ કે “મારે માત્રને માત્ર મોક્ષ જ જોઈએ. ન જોઈએ શિષ્ય ! ન જોઈએ નવા વસ્ત્રો ! ન જોઈએ પાટે-ખુરશી! ન જોઈએ મનભાવતી આઈટમો ! ન જોઈએ વ્યાખ્યાન ! ન જોઈએ અમુક સ્થાનનું ચાતુર્માસ ! આ બધા પદાર્થો સાથે મારે શું નિસ્બત! એ બધું ક્યાં મારી સાથે આવવાનું છે. એ બધું ક્યાં શાશ્વત છે. એ બધું મારું છે જ ક્યાં? રત્નત્રયી એ જ મારી! ભય : ગુરુનો ભય, અપયશનો ભય, મોતનો ભય, પ્રિયવસ્તુ જતી રહેવાનો ભય, અપ્રિયવસ્તુ આવી પડવાનો ભય,... વગેરે વગેરે અનેક પ્રકારના ભયો છે. જે માણસને જૂઠ બોલવા પ્રેરે છે. જો મુનિ નિર્ભય બને, તો જૂઠ બોલવાની જરુર જ ન પડે. આના પણ અનેક દૃષ્ટાંતો પૂર્વે દર્શાવી દીધા છે. - ક્રોધ : ક્રોધથી પણ અનેક જૂઠ બોલાય, એના દષ્ટાંતો પણ પૂર્વે દર્શાવેલા છે. “હું ક્રોધ નહિ જ કરું” આ જો પ્રતિજ્ઞા સાધુ લઈ લે તો બીજા મહાવ્રતમાં લાગતા દોષો અટકી જાય. અનાલોચિત ભાષણ : જે કંઈપણ બોલવું તે વિચારીને બોલવું. “હું જે શબ્દો બોલીશ, એનાથી શું શું પરિણામ આવી શકે છે? કેટલા નફા અને કેટલા નુકસાન થવાના છે? સામેવાળાને આઘાત લાગશે કે આનંદ થશે ?” આ બધું બરાબર વિચારવું અને પછી એમ લાગે કે આ બોલવામાં એકંદરે લાભ છે. તો એ બોલવું. જેઓ વિચાર્યા વિના બોલે તેઓ ઘણીવાર જૂઠ બોલી બેસે. સાચું બોલે તો પણ જૂઠ બોલવા જેટલું જ ફળ મેળવે. જ જજ જજ જજ ૩૦૩ જજ જ જજ Page #305 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો પોતાની માતાના અવસાનને લીધે એક છોકરો ધ્રુસકે ધ્રુસકે રડતો હતો, સમાજ ભેગો થયો હતો. ત્યારે એક નિમિત્તજ્ઞ ત્યાં આવ્યો, એણે કહ્યું કે “હમણા શું કામ રડે છે ? પાંચ દીવસ બાદ તારો બાપ મરી જ જવાનો છે. ત્યારે બેનું ભેગું રડી લે જે ને ? બે વાર દુઃખી ન થવું” આ સાંભળીને પેલા છોકરાના તો આઘાતનો કોઈ પાર ન રહ્યો. એનો શોક બમણો થઈ ગયો. આનું નામ વિચાર્યા વિના બોલવું તે ! કોઈ મુમુક્ષુને દીક્ષાના દિવસે હિતશિક્ષા રૂપે ગુરુ કહે કે “અત્યારના કાળમાં સાધુપણું લગભગ કપરું થઈ ગયું છે. આપણે બચી શકીએ એમ જ નથી. આપણને માત્ર સાચી સાધુતાનો રાગ ટકે તોય ઘણું. તો પેલા મુમુક્ષુનો સાધુપણું પાળવાનો ભાવ જ તૂટી જવાનો “જો સાધુપણું ન હોય, માત્ર સાધુતાનો અનુરાગ જ ટકાવવાનો હોય, તો મારે દીક્ષા લઈને ક૨વાનું શું ? આ હું ખોટા માર્ગે ચડી ગયો.” ગ્લાન સાધુ મોટી માંદગીના કારણે દોષિત વાપરતો હોય, ના છુટકે વાપરવું પડતું હોય... ત્યારે એને કોઈક કહે કે “આધાકર્મી એ તો માંસ છે, મરી જવું સારું. પણ આધાકર્મી ન ખવાય. એ ખાવાથી તો નક્કી નરકે જ જવું પડે” તો પેલો સાધુ ગભરાઈને બધું દોષિત છોડી દે, પરિણામે માંદગી વકરે, કદાચ મરણ થાય. વાડામાં માત્રાનો કે સ્થંડિલનો પ્યાલો જોઈ શિષ્ય વિચારે કે “આ કોઈકનો પ્યાલો રહી ગયો લાગે છે. સમય થયો હશે કે કેમ ? કદાચ વ્યાખ્યાન કરવા ગયેલા ગુરુનો જ હશે.” અને સંમૂર્ચ્છિમની રક્ષા માટે વ્યાખ્યાનમાં જઈને બધાની વચ્ચે પૂછે કે “ગુરુદેવ ! એક જ મિનિટ ! ઉપ૨ માત્રા/સ્થંડિલનો પ્યાલો પડ્યો છે. એ આપનો છે ? સમય થઈ ગયો છે ?” ગીતાર્થ સંવિગ્ન ગુરુને જ આપણા જીવનના દોષો કહેવાના હોય, એને બદલે કોઈક સંયમી પોતાના નાના-મોટા દોષો પોતાના મિત્રને, સહવર્તી સંયમીને કહી દે. “મારું જીવન આવા દોષોથી ભરેલું છે...” વગેરે જણાવી દે. આ રીતે અગીતાર્થનેઅપરિપક્વને આપણા જીવનના દોષો જણાવવા. સમજણ ન હોય, ઉતાવળો સ્વભાવ હોય, લાંબુ વિચારવાની ટેવ ન હોય, જે મનમાં આવે તે બોલી દેવાની જ જાણે કે ટેક હોય... ત્યારે એટલા બધા છબરડા વળે, કે જૂઠ બોલવા કરતા પણ આ સત્ય બોલવાથી ઉભા થયેલા છબરડાઓ હજારગણા મોટા હોય. એટલે જેને એવું ભાન હોય કે “મારાથી બોલવામાં બફાઈ જાય છે. ઘણીવાર એવું બન્યું છે એણે જાહેરમાં મોટાભાગે બોલવું નહિ, બોલવાની ઈચ્છા થાય તો પોતાના ગુરુને ખાનગીમાં કહી દેવું. જેથી એ યોગ્ય હોય તો ગુરુ એ વાત સ્વીકારે, નહિ તો ના પાડી દે...” (બીજા મહાવ્રતની આ ભાવનાઓ અંગે વિશેષ જાણકારી જોઈતી હોય, તો ****૩૦૪**** Page #306 -------------------------------------------------------------------------- ________________ --------જન્મ મહાવતોની રક્ષાનો-વૃદ્ધિનો અમોઘ ઉપાય ઃ ભાવતાઓ --------- અષ્ટપ્રવચનમાતા પુસ્તકની ભાષાસમિતિ અને વચનગુપ્તિનું લખાણ ખાસ વાંચવું) તૃતીય મહાવ્રતની પાંચ ભાવનાઓ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા યોગશાસ્ત્ર પ્રથમપ્રકાશમાં ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાઓનું વર્ણન કરતા ફરમાવે છે કે आलोच्यावग्रहयाञ्चाऽभीक्ष्णावग्रहयाचनम् । एतावन्मात्रमेवैतदित्यवग्रहयाचनम् । समानधार्मिकेभ्यश्च तथाऽवग्रहयाचनम् । अनुज्ञापितपानान्नाशनमस्तेयभावना : । આલોચ્ય અવગ્રહ વાંચા : વિચારીને, તપાસીને અવગ્રહની યાચના કરવી. આશય એ છે કે સાધુઓનું પોતાનું તો કોઈ ઘર નથી. પારકાના ઘરમાં એની રજા લઈને સાધુએ ઉતરવાનું છે. એટલે સૌ પ્રથમ તો સાધુઓ તપાસ કરી લે કે “આ સ્થાનઉપાશ્રય સંયમ-સ્વાધ્યાય-ગોચરી-પાણી વગેરેની દૃષ્ટિએ અનુકૂળ છે કે નહિ ?” બધી રીતે જો એ સ્થાન બરાબર લાગે તો એના માલિક સાથે વાતચીત કરવાની, માંગણી કરવાની કે “અમે અહીં રહેવા માંગીએ છીએ. એક મહિનો ચાર મહિના રોકાવાની ભાવના છે. તો તમારી રજા છે ને? તમારા ઘરમાંથી અમે આટલી-આટલી વસ્તુઓ લઈ શકશું, એ સિવાય કોઈપણ વસ્તુ અમે લઈ નહિ શકીએ” કોઈના પણ સ્થાનમાં માલિકની રજા લીધા વિના ઉતરવું એ રીતસર ચોરી જ છે. એટલે એ માટે આ ભાવના ખૂબ જરૂરી છે. વર્તમાનમાં તો તે તે સંઘ અને એના વહીવટકર્તાઓ એના માલિક ગણાય. ભલે પૈસા ઘણા બધાએ આપેલા હોય, તો પણ એનો વહીવટ જે સંભાળતા હોય એ ટ્રસ્ટીઓ જ આના માલિક જેવા ગણાય. એમની રજા વિના સંઘમાં ન ઉતરાય. શેષકાળમાં સામાન્યથી કોઈપણ સાધુને ઉતરવાની રજા હોય, તો પણ ત્યાંના સ્થાનિક માણસને કહી દેવું અને રજા લઈ ઉતરવું. અભીષ્ણ-અવગ્રધ્યાચન : વારંવાર અવગ્રહની યાચના કરવી. આનો અર્થ બે પ્રકારે વિચારી શકાય. એક તો એ કે ભલે માલિકે મહીના માટે રહેવાની રજા આપી હોય, પણ એ પછી ગમે તે સંજોગોના કારણે માલિકની ઈચ્છા બદલાય, “સાધુઓ જલ્દી નીકળી જાય તો સારું' એવો પણ એને વિચાર આવે. છતાં એકવાર હા પાડી દીધી હોવાથી કહી ન શકે... પણ એનું મન બગડી જાય. આવું કેમ થયું? એના વિચારો કેમ બદલાયા? એના કારણો ઘણા હોઈ શકે છે. એ સ્થાનનો ઉપયોગ અન્ય કામ માટે કરવાની એને જરૂર પડી હોય, આજુબાજુના લોકોનો સાધુઓ અંગે વિરોધ થવાથી એનો વિચાર બદલાયો હોય... ' એટલે એકવાર યાચના કર્યા બાદ પણ અવસરે અવસરે ફરી ફરી યાચના કરતા રહેવું. “જુઓ ભાઈ ! તમે તો અમને મહીનો ચાર મહીના રહેવાની રજા આપી. અમારે Page #307 -------------------------------------------------------------------------- ________________ ----- ૦૯-૯૯ મહાવતો --- - - - - - - - - - - - પણ રહેવાની ભાવના છે. પણ તમને કંઈપણ મુશ્કેલી હોય તો કહેજો. તમારો વિચાર બદલાયો હોય તો કહેજો. અમે તરત નીકળી જશું. તમને અપ્રીતિ થાય, એ રીતે અમારે રહેવું નથી. અમારા પ્રભુવીર પણ આ જ રીતે ચાલુ ચોમાસામાં નીકળી ગયેલા...” આમ વારંવાર યાચના કરતા રહેવું. આનો લાભ એ છે કે એનો શુભભાવ વધે, કદાચ સામાન્ય કારણોસર એનો સારો ભાવ બદલાયો હોય, તો પણ સાધુઓની આ વાત સાંભળીને એને આનંદ થાય કે “આ સાધુઓ તો કેટલા બધા સારા છે. મારા દુઃખનો વિચાર કરે છે. આવા ઉત્તમ મહાત્માઓ ભલેને અહીં રહેતા...” અને એ વધુ હર્ષ સાથે આપણને રહેવાની રજા આપે. માનો કે અમુક કારણોસર એ “સાધુઓ નીકળી જાય એમ જ ઈચ્છતો હોય. તો પણ સારું જ છે. આપણી આ વાત સાંભળીને એ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે. સાહેબ! આપને મેં રજા આપેલી. પણ અમુક કારણોસર મારી હવે વિનંતિ છે કે આપ અહીંથી વિહાર કરી જાઓ..' આનાથી આપણને ખ્યાલ આવે કે “આ સ્થાનનો માલિક આપણને રાખવા ઈચ્છતો નથી” તો આપણે તરત ત્યાંથી નીકળી જઈએ, એને અપ્રીતિ ન થવા દઈએ, એ રીતે અદત્તાદાન દોષ ન લાગે. આમ એકવાર સ્થાન મળ્યા બાદ પણ અવસરે અવસરે ફરી એની યાચના કરવી એ આપણો આચાર ત્રીજા મહાવ્રતમાં દોષ ઉત્પન્ન થતા અટકાવે છે. આનો બીજો અર્થ એ પણ થાય કે “પહેલી વખત એ સ્થાનની યાચના કરી, ત્યારે “કઈ કઈ વસ્તુ વાપરશું' એ પણ આપણે જણાવી જ દઈએ.' પણ એ પછી ત્યાં નવી કોઈ વસ્તુનો ઉપયોગ કરવો જરુરી પડે, ત્યાં નથી કોઈ જગ્યાનો ઉપયોગ કરવો જરૂરી પડે કે જેની આપણે પૂર્વે માંગણી કરી ન હોય તો એ જગ્યાનો ઉપયોગ કરતા પહેલા ફરી માલિકની રજા લેવી જ પડે. આવું વારંવાર બને તો વારંવાર રજા લેવી પડે. દા.ત. આપણે કોઈક ઉપાશ્રયમાં પહેલા માળે ઉતર્યા, સાંજે આખા ઉપાશ્રયમાં તપાસ કરતા ખબર પડી કે “બીજો માળ પણ છે, મોટો હોલ છે” આપણને તેનો ઉપયોગ કરવાનું મન થયું. તો ટ્રસ્ટીઓને પૂછી લેવું કે “અમે બીજા માળે પણ સ્વાધ્યાયાદિ કરીએ તો વાંધો નહિ ને ?” તેઓ રજા આપે, પછી એનો ઉપયોગ કરાય. એ પછી એવું બન્યું કે નીચે જયાં માત્રુ પરઠવવાનું હતું, ત્યાં કીડીના નગરા વગેરે ખૂબ થઈ ગયા... આપણને થયું કે “અગાસીમાં છાલક લગાવીને પરઠવીએ, થોડી રેતી નંખાવીને પરઠવીએ તો વાંધો નહિ આવે.” પણ જયારે ઉતર્યા, ત્યારે અગાસીમાં માત્ર પરવવાની રજા લીધેલી નહિ. તો ફરી ટ્રસ્ટીઓને પૂછી લેવું પડે કે “આવી મુશ્કેલી છે, તો અમે અગાસીમાં રેતી પથરાવીને માત્રુ પરઠવીએ તો વાંધો નથી ને ?” જ જલજ-----------------૩૦૬ --------------જલ-------- Page #308 -------------------------------------------------------------------------- ________________ -----ળ મહાવ્રતોની રક્ષાતો-વૃદ્ધિનો અમોઘ ઉપાય : ભાવતાઓ -----* એ પછી કીડીના વધુ ઉપદ્રવને કારણે વિરાધના અટકાવવા માટે અમુકસ્થાને સફેદ પટ્ટો લગાવવાની જરૂર પડી. તો એ પણ બારોબાર ભક્તો દ્વારા કલરવાળાને બોલાવીને પટ્ટો મરાવાય નહિ પણ ટ્રસ્ટીઓને પૂછી લેવું પડે કે “આ અમુક જગ્યાએ સફેદ પટ્ટો ગોચરી માટે મરાવીએ, તો વાંધો નહિ ને ?” એમ કોઈક કારણસર ભીંતમાં ખીલી વગેરે લગાવવી હોય, પડદા કરાવવા હોય, વૃદ્ધ સાધુઓને ઘણી મુશ્કેલી થતી હોવાથી રાત્રે લાઈટની વ્યવસ્થા ગોઠવવી જરુરી હોય... ઉપાશ્રયના ક્ષેત્રમાં કોઈપણ નવા ફેરફાર કરવા હોય તો વ્યવસ્થાપકોની રજા વિના ન કરાય. તેઓની રજા પણ બળજબરીથી ન મેળવાય. સમજણ આપવા પૂર્વક રજા મેળવાય. તેઓ સમજે, વાત સ્વીકારે પછી આ ફેરફારો કરાય. જો આ રીતે વારંવાર એમની રજા ન લઈએ, એમની પાસે માંગણી ન કરીએ અને આપણી રીતે તે વસ્તુનો કે તે તે જગ્યાનો તે તે કામ માટે ઉપયોગ કરવા માંડીએ તો શક્ય છે કે તેઓને એ ન પણ ગમે. તેઓ વિચારે કે “મહારાજને અહીં લાવ્યા, ત્યારે તો બધી વાત જ ન હતી. આ તો ભારે થઈ. ભવિષ્યમાં આમને બોલાવવા નહિ. કાં તો બધી શરત કરીને બોલાવવા.” એમ નક્કી કરેલા સમય કરતા વધુ સમય રહેવું હોય તો પણ ટ્રસ્ટીઓની રજા લેવી જ રહી. આજે ઘણે ઠેકાણે જૈ બોર્ડ મુકવામાં આવે છે કે “શેષકાળમાં ૩/૭ દિવસથી વધુ સમય કોઈએ રહેવું નહિ.” એ પાછળનું કારણ આ જ હશે ને? કે સંયમીઓ ત્યાં રોકાયા બાદ સ્થાન ફાવી જવાથી વિહાર કરવાનું કામ ન લે. ટ્રસ્ટીઓ કહે તો પણ ન માને. ટ્રસ્ટીઓ મુંઝાય. સંયમીઓને કંઈ હાથ પકડીને તો બહાર કાઢી શકવાના જ નથી ને ? છેવટે તેઓએ આવા બોર્ડ મુકવા પડ્યા. આમાં આપણો જ દોષ ને ? એમની રજા વિના વધારે રોકાવાય શી રીતે ? રે ! આ જ કારણસર ઘણા સ્થાનોમાં સાધ્વીજીઓને રહેવા દેતા નથી. કોઈ મુખ્ય માણસો કહે કે મુખ્ય આચાર્ય કહે તો રોકાવા દે... એમાંય દિવસો નક્કી કરી લે... આપણને આ ન શોભે. રહીએ ત્યારે જ ચોક્કસ દિવસનો અંદાજ આપી દેવો જોઈએ. એ પછી કારણસર વધારે રહેવું પડે તો રજા લેવી જોઈએ. સહર્ષ સંમતિ મળે, તો જ રહેવું જોઈએ. ૩૦ દિવસ રહેવું હોય, પણ એટલી રજા ન મળવાની શક્યતા દેખાય એટલે શરુમાં અઠવાડિયાની વાત કરવી અને પછી બહાનાઓ કાઢી ધીરે ધીરે ૩૦ દિવસની વાત કરવી. ટ્રસ્ટીઓને મુંઝવણમાં મુકવા... આ કપટ છે, મૃષાવાદ છે, છેલ્લે ચોરી પણ છે જ. કેમકે માલિક સાથે છેતરપીંડી કરી કહેવાય. હા ! પાછળથી કોઈક કારણ આવે અને Page #309 -------------------------------------------------------------------------- ________________ - જે ૯૯ - ૦૯૯૯૯ મહાવ્રતો જ જજ જે - ૦૯૦૯૯૯ - - - વધુ રોકાવાનું થાય તો મુદત લંબાવાની વિનંતી કરાય. કારણ વિના પણ કદાચ ત્યાં રોકાવાની ભાવના થાય તો પણ વિનંતિ કરાય, પણ એમાં કોઈપણ બહાના ઉભા કરવા એ બરાબર નથી. ચોખ્ખું કહેવું જોઈએ કે “અમારે કોઈ વિશેષ કારણ નથી. માત્ર આ સ્થાન અનુકૂળ લાગવાથી રોકાવાની ભાવના છે.” એ પછી જો રજા આપે તો રહેવાય. પણ જો રજા ન મળે તો તરત નીકળી જવું. રજા પણ સહર્ષ અપાયેલી હોવી જોઈએ. શરમમાં નાંખીને રજા મેળવવી એ બિલકુલ યોગ્ય નથી. પ્રશ્ન: પહેલાના જમાનામાં તો સાધુઓ ગૃહસ્થોના ઘરોમાં રહેતા હતા, એટલે એ વખતે ઉપર મુજબ બધી વિધિ જાળવવી પડે એ બરાબર પણ આજે તો સાધુઓ ઉપાશ્રયમાં રોકાય છે, એ ઉપાશ્રય કોઈ એકાદની માલિકીનો નથી. ઘણાએ ભેગા મળીને એ બનાવેલો છે. ટ્રસ્ટીઓ તો માત્ર વહીવટકર્તા છે. તેઓએ પૈસા આપ્યા હોય તો પણ એ માલિક નથી. તો પછી આપણે એ ટ્રસ્ટીઓની રજા લેવાની શી જરુર? એ દાદાગીરી કરે, સંઘનો બાપ થઈને બેસી જાય એ થોડું ચાલે ? એવા ટ્રસ્ટીઓને તો સીધાદોર કરી દેવા જોઈએ. એ ઉપાશ્રય સંઘનો છે, તો એના ઉપર આપણો પણ હક છે. એ ના પાડે એટલે આપણે નીકળી જવાનું ? એ ના પાડે તો નહિ રહેવાનું ? આ વળી કેવું ગણિત ? ઉત્તર : ખોટું ન લગાડીશ, પણ તે જે ભાષા વાપરી છે, એ સાધુની ભાષા જ નથી. આ તો સંસારીઓની ભાષા છે. તને એટલો તો ખ્યાલ હોવાં જ જોઈએ કે સાધુ તો આવા કોઈપણ ઉપાશ્રયાદિનો માલિક, હકદાર, ભાગીદાર બની ન શકે. એટલે આપણે જો આવી વાત કરીએ કે “આ સંઘના ઉપાશ્રયમાં આપણો હક છે, આપણો ભાગ છે.” તો એ આપણી જ દાદાગીરી કહેવાય, અણસમજ કહેવાય. હવે જરાક નીચેના મુદ્દાઓ વિચારવા જેવા છે. (ક) ઉપાશ્રય બનાવવા માટે ભલે ગમે તે દાતાઓએ પૈસા આપ્યા હોય, પણ પછી જો એ ઉપાશ્રય શ્રી સંઘને સોંપવામાં આવેલો હોય અને સંઘના સભ્યોએ એનો વહીવટ ચોક્કસ વ્યક્તિઓને સોંપેલો હોય તો સીધી વાત છે કે એ ટ્રસ્ટીઓ જ એના માલિક જેવા ગણાય. તેઓ રજા ન આપે તો ત્યાં રહી ન શકાય એ સ્પષ્ટ છે. (ખ) ધારો કે એ ટ્રસ્ટીઓ પેઢી-દરપેઢીથી વારસામાં ટ્રસ્ટી બનેલા હોય, સંઘના લોકોને એ ઈષ્ટ ન પણ હોય... પણ તો ય તેઓ જ માલિક ગણાય. “એ ખરાબ છે, ગમે તેમ વર્તે છે” એ બધી વાત સાચી હોય તો પણ એટલા માત્રથી એ માલિક મટી ન જાય. ધારો કે ભૂતકાળમાં ગામનો મુખી-સરપંચ લોકો પર થોડો-ઘણો અત્યાચાર કરીને પૈસા કમાઈ ચૂક્યો હોય... એના બે-ત્રણ બંગલાઓ હોય... હવે સાધુઓ એના એકાદ ખાલી મકાનમાં ઉતરવાની રજા માંગે અને પેલો ના પાડે તો સાધુઓથી એમ તો ન જ Page #310 -------------------------------------------------------------------------- ________________ -------- મહાવ્રતોની રક્ષાતો-વૃદ્ધિનો અમોઘ ઉપાય ઃ ભાવતાઓ ----- કહેવાય ને ? કે “આ લબાડ માણસ છે, દાદો છે, ખરાબ છે, એટલે એ ના પાડે તો પણ એની હવેલીમાં ઘૂસીને રહી પડો.” એ માણસ ગમે તેવો હોય, પણ એ અત્યારે માલિક છે, તો એની સહર્ષ રજા વિના એના મકાનાદિમાં ન જ રહેવાય એ સાવ સીધી સાદી વાત છે. (ગ) જો ટ્રસ્ટીઓ માલિક ન હોય તો ઉપાશ્રયાદિના માલિક કોણ ? એ તમે જ કહો. જો સંઘના તમામે તમામ સભ્યો માલિક કહેવાતા હોય તો શું આપણે જ્યાં પણ ઉતરીએ છીએ ત્યાં સંઘના તમામે તમામ સભ્યોની રજા લઈએ છીએ ? જો ન લેતા હોઈએ તો અદત્તાદાનનો દોષ ન લાગે ? જો એમ કહો કે સંઘે નક્કી કરેલા ટ્રસ્ટીઓની-માણસોની રજા લઈને રહીએ એટલે દોષ નહિ... તો એનો અર્થ એ જ થયો કે સંઘે નક્કી કરેલા ટ્રસ્ટીઓ-માણસો રજા ન આપે તો ત્યાં ન રહેવાય. (ઘ) ૪ર દોષમાંનો એક દોષ એવો છે કે ધારો કે ખેતરમાં કામ કરતા ૫૦ મજુરો માટેની રસોઈ ભેગી આવી છે. બધા હાજર છે. પણ બધાને પોત પોતાની રસોઈ વહેંચવામાં આવી નથી. હવે સાધુ ત્યારે વહોરવા પહોંચે તો જો ૫૦ મજુરોની હા હોય તો એમાંથી વહોરી શકે. પણ જો એક-બે મજુરની પણ ના હોય તો એમાંથી વહોરી ન શકાય. હા બધાને રસોઈ જુદી જુદી અપાઈ ગઈ હોય તો હવે દરેક મજુર પોતપોતાને અપાયેલી રસોઈના માલિક છે. તો ભલે ને પેલા બે મજુર વહોરાવવા ન ઈચ્છે, તો પણ બાકીના ૪૮ મજુરો તો પોત પોતાની માલિકીની રસોઈમાંથી સાધુને વહોરાવી શકે છે, સાધુ વહોરી શકે છે. જેમ ભોજનસંબંધમાં આ દોષ ઘટે, એમ ઉપાશ્રય-મકાન સંબંધમાં પણ આ દોષ વિચારી શકાય છે, કેમ કે ૪૨ દોષો યથાયોગ્ય રીતે વસ્ત્ર-પાત્ર-વસતિ વગેરે સંબંધમાં લગાવવાના જ છે. એટલે હવે ધારો કે એક ઉપાશ્રય બનાવવા માટે ૫૦ શ્રાવકોએ પૈસા આપ્યા, હવે જો એ ૫૦ શ્રાવકોને માલિક ગણીએ તો પણ ઉપાશ્રયમાં ૧૦૦ ફૂટની જગ્યા અમુક શ્રાવકની અને ૧૦૦ ફૂટની જગ્યા અમુક શ્રાવકની ... એવી વહેંચણી તો થઈ જ નથી. એટલે આ આખો ઉપાશ્રય ૫૦ શ્રાવકોની સામાન્ય માલિકીમાં ગણાય. હવે જો એમાંથી ૪૮ શ્રાવકો આપણને ત્યાં રહેવાની હા પાડે પણ બે શ્રાવકો ના પાડે તો એ વાત નક્કી થઈ ને કે આપણે ત્યાં ન રહેવાય. ભલે ૪૮ની હા હોય, તો પણ બેની ના છે, તો એમાં રહેવામાં ગોચરીના દષ્ટાંત પ્રમાણે દોષ લાગવાનો જ. હા ! ઉપાશ્રયના પાંચ માળ હોય, અને દર દસ-દસ શ્રાવકો વચ્ચે એક-એક માળ વહેંચી દેવામાં આવ્યો હોય... તો જે દસ શ્રાવકો પોતાના માળમાં રહેવાની હા પાડે, ------------------ ૩૦૯ -------------------- Page #311 -------------------------------------------------------------------------- ________________ * મહાવ્રતો તે માળમાં રહી શકાય. બાકીના ૪૦ શ્રાવકો ના પાડે, તો એમના માળમાં ન રહેવાય, પણ ૧૦ શ્રાવકોની સંમતિવાળા માળમાં રહેવામાં કોઈ જ દોષ નહિ. એક બીજી વાત. ધારો કે, ૫૦ મજુરોની રસોઈ હજી વહેંચાઈ નથી. બધી ભેગી પડી છે. અને બેપાંચ મજુરોની આપવાની ઈચ્છા નથી. તો શું સાધુ ગોચરી આપવા ઈચ્છતા મજુરોને એવું કહી શકે ખરો ? કે “જુઓ, તમે તમારો ભાગ જુદો માંગી લો, અને એમાંથી મને વહોરાવો...’ ના ! સાધુ સ્વયં આવું કરે નહિ, આવું કહે નહિ. એની મેળે જ જ્યારે ૫૦ મજુરો પરસ્પર રસોઈ વહેંચી લે. એ પછી સાધુ પહોંચે તો યોગ્ય મજુરો પાસેથી વહોરે. પણ પોતે ગોચરી વહોરવા માટે આ બધા ભાગ પડાવવાનું કામ ન કરે, એવી પ્રેરણા પણ ન કરે. એમ અમુક સંઘમાં ધારો કે ૫૦ શ્રાવકોની માલિકી છે. એમાંથી કેટલાક શ્રાવકો આપણને રોકાવાની ના પાડે છે તો કેટલાક શ્રાવકો આપણને રોકાવાની હા પાડે છે. હવે એ ઉપાશ્રયના ભાગો શ્રાવકો વચ્ચે વહેંચી અપાયા નથી તો સાધુથી ત્યાં ન રહેવાય. એ વખતે ત્યાં રહેવા માટે સાધુ પોતાને હા પાડનારા શ્રાવકોને એમ કહે કે “તમે તમારો ભાગ માંગી લો, જુદો લઈ લો. એમાં અમને રહેવા દો.” તો એ દોષપાત્ર બનવાનો જ ને ? સાધુ કોઈપણ શ્રાવકને આ રીતની પ્રેરણા ન કરી શકે કે “તમે તમારો ભાગ માંગો” હા ! સાધુના કહ્યા વિના જ, સાધુની લેશ પણ પ્રેરણા વિના જ ભાગો વહેંચાઈ ગયા હોય, પછી સાધુ ત્યાં પહોંચે તો સાધુ જે શ્રાવકો પોતાની જગ્યામાં સાધુને ઉતરવાની રજા આપે, એ શ્રાવકોની એ જગ્યામાં રહી શકે. વળી આ વ્યવહાર તો જગતમાં પણ જોવા મળે છે. ધારો કે પાંચભાઈઓનો બધો ધંધો એકસાથે ચાલતો હોય, નફો પણ વહેંચાતો ન હોય, ભેગો જ ગણાતો હોય તો એમાંનો એક ભાઈ કોઈક દેરાસરાદિના ચડાવામાં મોટો ચડાવો લેવા ઈચ્છે, તો લઈ નથી શકતો. એ ભાઈઓની સંમતિ લે, બધા હા પાડે પછી ચડાવો લઈ શકે છે. જો એમને પૂછ્યા વિના ચડાવો લે તો ચાર ભાઈઓ ઠપકો પણ આપે, કદાચ કોઈક શિક્ષા પણ કરે. પણ બધા ભાઈઓએ મિલકતની વહેંચણી કરી લીધી હોય, દરેકે દરેક ભાઈ પાસે પોતાની અંગત મૂડી હોય તો એ અંગત મૂડીના આધારે એ ચડાવો લઈ શકે છે, એમાં એ બીજા ભાઈઓને પૂછતો નથી. (આ જ વાત જો ટ્રસ્ટીઓ માલિક હોય, તો એમની અપેક્ષાએ વિચારી લેવી કે એકપણ ટ્રસ્ટીની ના હોય તો સાધુ તે ઉપાશ્રયમાં ન રહી શકે. બધાની હા હોય, તો રહી શકે. મિલકતની વહેંચણી થઈ ગઈ હોય તો તે તે ભાગના માલિકની રજા લઈ સાધુ તે ૩૧૦ ** Page #312 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતોની રક્ષાનો-વૃદ્ધિનો અમોઘ ઉપાય : ભાવતાઓ તે ભાગમાં રહી શકે છે...) જ્યારે બધાની રસોઈ ભેગી જ પડી હોય ત્યારે પણ સાધુ તે તે મજુરોની ના હોવા છતાં પણ હા પાડનારા મજુરો પાસેથી વહોરી લે, અને પછી જ્યારે બીજા મજુરો વિરોધ કરે ત્યારે હા પાડનારા મજુરોને એમની સાથે ઝઘડાવે કે “અમારો પણ આ રસોઈમાં ભાગ હતો, એટલે અમે આપ્યું છે...” તો એ ન જ ચાલે ને ? રે ! સાધુ ન ઝઘડાવે, તેઓ જાતે ઝઘડે તો પણ દોષ તો સાધુનો જ ગણાય એ નિશ્ચિત વાત છે. કેમ કે એના કારણે આ ઝઘડો ઉભો થયો. એણે અવિધિ કરી, શાસ્ત્રાજ્ઞાભંગ કર્યો, માટે આ ગરબડ ઉભી થઈ. એમ અહીં પણ ઉપાશ્રયની માલિકી ઘણા બધાની સામાન્ય હોય, અને સાધુ અમુકની રજા લઈને ત્યાં ઉતરે, પછી બીજા માલિકો વિરોધ કરે ત્યારે હા પાડનારા માલિકને એમની સાથે ઝઘડાવે કે “અમારો પણ ઉપાશ્રયમાં ભાગ હતો, એટલે અમે આપ્યું છે” તો એ ન જ ચાલે ને ? રે ! સાધુ ન ઝઘડાવે, તેઓ જાતે ઝઘડે તો પણ દોષ સાધુનો જ ગણાય, કેમકે એના કારણે આ ઝઘડો ઊભો થયો. એટલે અમને તો આ વાત જ એકદમ ઉચિત લાગે છે કે વર્તમાનમાં તે તે ઉપાશ્રયમાં જે વહીવટ કર્તાઓ હોય તે એના માલિક ગણાય. એ સારા છે કે ખરાબ છે ? એટલા માત્રથી એમની માલિકી ન બદલાય. હા ! ગીતાર્થસાધુઓ એમને શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિ બદલ ઠપકો આપી શકે, માર્ગદર્શન આપી શકે... પણ એમની રજા વિના એમના એ ઉપાશ્રયમાં ઉતરી ન શકે. જેમ સાધુ બધાને ઉપદેશ આપે કે “તમારે સુપાત્રોને દાન આપવું જોઈએ” પણ એ ઉપદેશ સાંભળ્યા બાદ કોઈ ગૃહસ્થને ભાવ ન જાગે અને એટલે એ ઘરે આવેલા સાધુને દાન આપવા તૈયાર ન થાય, તો સાધુ બળજબરીથી વહોરી ન જ શકે ને ? જેમ સાધુ ઉપદેશ આપે કે “તમારે તમારી સંપત્તિ સાતક્ષેત્રમાં ખર્ચવી જોઈએ.” પણ એ ઉપદેશ સાંભળ્યા બાદ કોઈને સંપત્તિ ખર્ચવાના ભાવ ન થાય તો સાધુ બળજબરીથી તો સંપત્તિ ખર્ચાવી ન શકે ને ? એમ સાધુ ટ્રસ્ટીઓને-માલિકોને ઉપદેશ આપે કે “તમારે ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીઓને ઉતરવા દેવા. એમને જેટલો સમય રહેવું હોય, એટલો સમય રહેવા દેવા.” છતાં માલિકો જો એ વાત ન સ્વીકારે તો સાધુ બળજબરીથી તો ઉપાશ્રયમાં રહી ન જ શકે ને ? આમાં હજીપણ ઉત્સર્ગ-અપવાદ સંબંધી ઘણી બધી બાબતો છે, એ ગીતાર્થ મહાપુરુષો પાસેથી જાણવી. મૂળ વાત એ કે જે ઉપાશ્રયની જે જે વસ્તુની આપણને રજા મળી જ ગઈ હોય, ૧૩૧૧ * * * Page #313 -------------------------------------------------------------------------- ________________ જાત જાત-જે-૨૯૯૯ - - - - મહાવતો કે-૯૦૯૯૯ - ----------- તે ઉપાશ્રયની તે તે વસ્તુની પણ પુનઃ પુનઃ રજા લેતા રહેવું. નવી જગ્યા, નવી વસ્તુ વાપરવાનો અવસર આવે તો એમાં પણ દરેક વખતે રજા લેતા રહેવું. એમ જેટલા કાળની રજા મળી હોય, એટલા કાળની રજા પણ વારંવાર લેતા રહેવી, અને વધુ કાળની રજા જોઈતી હોય તો એ પણ કપટ વિના રજા લેવી.. જો આ બધું જાળવીએ, તો આપણને ચોરીનો દોષ ન લાગે. પતાવન્માનમેવૈત : ઉપાશ્રયની રજા મળે તો પણ ઉપાશ્રય તો ઘણો મોટો હોય, એટલે એમાં જેટલા સ્થાનનો વપરાશ કરવાનો હોય, એટલા સ્થાન પણ માલિકને જણાવી દેવા. “અમે આ હોલનો, આ હોલમાં આટલી જગ્યાનો ઉપયોગ કરશું... તથા ગોચરી-આરામ માટે અમુક રૂમો વાપરીશું. નીચેના હોલની અને એની રૂમની અમારે જરુર નથી...” વગેરે. તથા કયું સ્થાન શેના માટે વાપરવાના છીએ, તે પણ જણાવવું “અમે આ જગ્યાએ ગોચરી વાપરીશું, આ જગ્યાએ કાપ કાઢીશું, આ જગ્યાની માત્રા માટે કે વાડા તરીકે ઉપયોગ કરશું, કોઈ સાધુ માંદો પડે તો એના માટે અમુક રૂમ વાપરીશું, જોગ ચાલતા હશે તો કાલગ્રહણાદિ માટે અમુક જગ્યા વાપરીશું, શ્રાવકોને ધર્મોપદેશ આપવા માટે અમુક સ્થાન વાપરીશું....” આ બધું જણાવવું. આ બધા પાછળનો આશય એ છે કે માલિકને પાછળથી કોઈપણ પ્રકારનું દુઃખ ન થાય. આપણે જો વધારે જગ્યાનો ઉપયોગ કરીએ, આપણે જો ગમે તે સ્થાને ગમે તે કાર્ય કરીએ તો પાછળથી એને ખેદ થાય. એની રજા વિના આપણે આ બધું કરીએ એટલે આપણને ચોરીનો દોષ લાગે. એક અજૈન ભાઈએ કહેલું કે પહેલા હું ઘણીવાર મારો બંગલો સંન્યાસીઓને પણ અમુક દિવસ માટે આપતો. પણ તેઓએ તો સગડી સળગાવી, તાપણું કરી મારી સફેદ દિવાલને કાળી કરી નાંખી. તેઓ જાય, એ પછી એમની નકામી વસ્તુઓનો ઢગલો થાય, એ બધું મારે સાફ કરાવવું પડે. એટલે મેં એમને ઉતારો આપવાનો બંધ કર્યો. આપણે વિહારમાં સ્કુલોમાં ઉતરીએ ત્યારે આ જ પરિસ્થિતિ થાય છે ને? આપણે ત્યાં માત્રુ પરઠવવાદિની રજા તો લેતા જ નથી, પછી ત્યાં ગમે ત્યાં માત્રુ-ચંડિલ કરીએ એટલે સવારે એ જાણીને સ્કુલવાળાઓ ગુસ્સે થાય, કાયમ માટે નિર્ણય કરે કે “આપણે જૈન સાધુ સાધ્વીઓને સ્કુલ ન આપવી.” એને બદલે જો આપણે એમની રજા લઈએ, આપણા આચારો દર્શાવીએ તો તેઓ જ સામેથી કહેશે કે “તમે આ જગ્યાએ નહિ જતા, પણ આ જગ્યાએ જજો ...” તેઓ પણ છેવટે તો માણસ જ છે, આર્યદેશના સર્જનો છે, આપણને રહેવા દે છે એ એમનો ---૦૯-૦૯-૯-૯-૯-૦૯-૦૯-૦૯-૦૯ - - ૩૧૨ ૯-૯-૯------------- Page #314 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતોતી રક્ષાતો-વૃદ્ધિનો અમોઘ ઉપાય : ભાવનાઓ ગુણ જ છે, એટ્લે જો એમને શાંતિથી સમજાવવામાં આવે કે “અમે સંડાસ-બાથરૂમનો ઉપયોગ કરતા નથી, રાત્રે અમારે જવું પડે તો ક્યાં જવું ?...' તો તેઓ જ માર્ગ બતાવે. કદાચ તેઓ સ્કુલની બહાર દૂર જવાનું કહે તો જો કે સાધુઓને વાંધો ન પણ આવે, તો પણ સાધ્વીજીઓને ભય રહે, તો એ અંગે પણ તેઓને સમજાવવા. ટુંકમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને કામ કરવું, પણ પૂછ્યા વિના એમના સ્થાનમાં સ્થંડિલ-માત્રુ આદિ પરઠવવા એ તો ભારે અનુચિત કાર્ય છે. સમાનધામિòમ્યા તથાવપ્રવાચનમ્ : આપણે વિહાર કરીને ઉપાશ્રયે પહોંચીએ, ત્યારે ત્યાં જો બીજા સાધુઓ હાજર હોય, તો એ ઉપાશ્રયમાં ઉતરવા માટે આપણે એમની પણ રજા લેવી પડે. શાસ્ત્રકારો તો કહે છે કે એ ઉપાશ્રયનો માલિક આપણને રજા આપે તો પણ જો પૂર્વે ઉતરેલા સંયમીઓ ૨જા ન આપે તો ત્યાં આપણાથી રહી ન શકાય. જો કે પૂર્વે ઉતરેલા સંયમીઓની ફરજ છે કે “નવા સંયમીઓને જગ્યા આપવી,” આ તો સાધર્મિક વાત્સલ્યનો ગુણ છે. સંકડાશ વેઠીને પણ આ કામ કરવું. શ્રી વ્યવહારસૂત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે “મહેમાન સાધુઓ આવે અને જગ્યા નાની પડે, તો રાત્રે સ્થાનિક સાધુઓ (પૂર્વે ઉતરેલા સાધુઓ) બીજા કોઈ સ્થાને ઉંઘવા જાય, પણ મહેમાન સાધુઓને જગ્યા કરી આપે.” પણ સ્થાનિક સાધુઓ કોઈપણ કારણસર રજા ન આપે, ખેદ વ્યક્ત કરે તો આપણે ત્યાં ન રહી શકાય. એ એમની ફરજ ન નિભાવે એટલે આપણે પણ આપણી ફરજ ગુમાવવી એ ન્યાય નથી. આપણે આપણો આચાર બરાબર પાળવાનો. ઉપાશ્રયે પહોંચીને સ્થાનિક-સાધુમાંના વડીલને પૃચ્છા કરવી કે “અમે અહીં ઉતરીએ ?” તેઓ હા પાડે તો પૂછવું કે “ક્યાં ઉતરીએ ?” તેઓ જે જગ્યા બતાવે તે જગ્યાએ ઉતરવું. એ જગ્યા ન ફાવે કે બીજી જગ્યા પણ વાપરવાની ઈચ્છા થાય તો પાછું પૂછી લેવું કે “અમે આ જગ્યા વાપરી શકીએ ?” એમ ગોચરી વાપરવા માટે, સ્થંડિલ-માત્રુ માટે પણ સ્થાનિક સાધુની સંમતિ માંગવી, તેઓ જે સ્થાનની રજા આપે તે જ સ્થાને તે તે કાર્યો કરવા. ગોચરી વહોરવાના ઘરો માટે પણ આ જ વાત સમજવી. તેઓ જે જે ઘરોમાં, જે જે બિલ્ડીંગોમાં જવાની રજા આપે, ત્યાં આપણે જઈ શકીએ. કોઈક સ્વજનાદિના ઘરે જવું હોય તો પણ સ્થાનિક સાધુઓની રજા તો લઈ જ લેવી પડે કે અમે આ ઘરે જઈએ?’’ સીધી વાત એ કે સ્થાનિક સાધુઓ ક્ષેત્રના માલિક જેવા જ ગણાય. એટલે એમને પૂછ્યા વિના કોઈપણ જગ્યા-ચીજવસ્તુ વાપરવામાં ચોક્ખો ચોરીનો દોષ લાગે. જ જેમ વિચિત્ર ગૃહસ્થો આપણને ગોચરી-પાણી ન વહોરાવે, રહેવા માટે સ્થાન ન ૩૧૩૦***** *** Page #315 -------------------------------------------------------------------------- ________________ * * જ. મહાવતો જ આપે તો આપણે એમના પર ગુસ્સો નથી કરતા,... એમ કોઈક સ્થાનિક સાધુઓ સ્વભાવદોષને લીધે આપણી સાથે અનુકુળ વર્તન ન પણ કરે, તો પણ આપણે ગુસ્સો કરવાનો નથી. એમને ન ગમે તો એ સ્થાન છોડી દેવું. અહીં સાધુઓ માટે સાધુઓ સમાનધાર્મિક ! સાધ્વીઓ માટે સાધ્વીઓ સમાનધાર્મિક ! જિનશાસનના પદાર્થો કેટલા સૂક્ષ્મતમ છે, કેટલા હૃદયસ્પર્શી છે, કેટલા પરિણિતિપ્રધાન છે, એ આ બધા ઉપરથી સારી રીતે સમજી શકાય છે. મનપિપાનાનાનિ : ફેક્ટરીમાં હજારો મજુરો કામ કરે, એના કારણે લાખો રૂપિયાનો નફો થાય. પણ એનો માલિક કોણ ? કામ કરનારા મજુરો ? કે ફેક્ટરીનો માલિક ! સીધી વાત છે કે મજુરોના કારણે જ આ લાખોનો નફો થયો છે. છતાં એની માલિકી મજુરોની નથી. એનો માલિક તો શેઠ જ બને. હા ! એ પછી મજુરોને એમનો નક્કી કરેલો પગાર ચૂકવે, મજુરો એ પગારના હકદાર ખરા ! એમ સાધુઓ બધી ગોચરી વહોરી લાવે, પણ એ બધાની માલિકી માત્ર ને માત્ર ગુરુની = વિદ્યમાન વડીલની છે. “હું આ લાવ્યો છું, હું બે કિ.મી. ફરીને આવ્યો છું, માટે આ વસ્તુ મને મળવી જોઈએ” એવું સાધુથી ન વિચારાય. “ગુરુએ મારી લાવેલી વસ્તુ બીજાને આપી દીધી. મેં આટલી મહેનત કરી, તો પણ મને સાવ સાદી ગોચરી મળી, હું કેટલું બધું મીષ્ટ વહોરી લાવેલો, છતાં મારા ભાગે કશું ન આવ્યું” આવો વિચાર સાચો સાધુ ન કરે. સાચો સાધુ તો જે વસ્તુઓ મળે, એ બધી જ ગુરુને સોંપી દે, એના મનમાં આ નિર્ણય દૃઢ હોય કે “ગુરુ મને જે આપે, એ જ મારે વાપરવાનું. મને ભૂખ લાગે તો પણ મારે ગુરુને પુછવાનું કે મારે વાપરવું છે, હું ગોચરી લાવું, આ વસ્તુ વાપરુ ?” જો ગુરુ હા પાડે તો જ મારે વાપરવાનું. આમ ગુરુની કે ગુરુની ગેરહાજરીમાં સ્થાનિક વડીલની રજા મળે, પછી જ ગોચરીપાણી વાપરી શકાય. તેઓ જે જે વસ્તુની રજા આપે, તે તે વસ્તુ જ વપરાય, તેઓ જેટલા પ્રમાણની રજા આપે તેટલું પ્રમાણ જ વપરાય... એના કરતા થોડું પણ વધુ વાપરવું હોય તો ગુરુને પૂછવું જ પડે. તમને ક્યારેય પણ હોસ્પીટલનો અનુભવ છે ખરો ? તો સાંભળો. ત્યાં મોટા રોગવાળા રોગીને દાખલ કરેલો હોય, રોગની ગંભીરતાના કારણે એને .C.U માં રાખેલો હોય... તો ત્યાં દર્દીના સ્વજનો પણ, ખુદ દર્દી પણ ડોક્ટરને સંપૂર્ણ વફાદાર! ડોક્ટર ત્રણ-ચાર ટાઈમ જે દવા લેવાનું કહે, એ જ દવા લેવાની. એ જેટલા વાગે - - - - - - - - - - - - ૩૧૪ -૯------------------ Page #316 -------------------------------------------------------------------------- ________________ ---------ન મહાવતોની રક્ષાનો-વૃદ્ધિનો અમોઘ ઉપાય : ભાવતાઓ ૨૯-૯-૯લેવાનું કહે, જેટલા પ્રમાણમાં લેવાનું કહે, એટલા વાગે અને એટલા પ્રમાણમાં જ દર્દી દવા લે. દર્દીએ શું ખાવું? શું પીવું? કેટલું ખાવું-પીવું? ક્યારે ખાવું-પીવું?... આ બધું જ ડોક્ટર નક્કી કરે અને ડાહ્યો દર્દી એ બધું જ માન્ય રાખે. ક્યાંય આડુ-અવળું ન કરે. દર્દીને કોઈ વસ્તુ વાપરવાની ઈચ્છા થાય તો પણ ડોક્ટરને પૂછે કે “હું આ ખાઈ શકું” જો ડોક્ટર ના પાડે, તો ન ખાય. ડોક્ટર હા પાડે તો જ ખાય. - દર્દી જો આમાં ગરબડ કરે, પોતાની ઈચ્છા પ્રમાણે કરે તો રોગ વકરે. ડોક્ટરને જો ખબર પડે તો ડોક્ટર દર્દીને કાઢી પણ મૂકે, ઠપકો પણ આપે. આપણે બધા સંસારરોગના દર્દી છીએ, ગીતાર્થ ગુરુઓ-વડીલજનો એ આપણા ડૉક્ટર છે. ગચ્છ એ I.C.U છે. સાથેના સાધુઓ નર્સ છે... એટલી વાત આપણા મગજમાં બરાબર દઢ કરી લેવી. આપણે ગુરુને પૂછ્યા વિના ગોચરી વહોરી લઈએ, ગુરુને દેખાડ્યા વિના ગોચરી વાપરી લઈએ, ગોચરી દેખાડીએ તો પણ અમુક વસ્તુ ન દેખાડીએ, ગુરુની જાણ બહાર તે તે વસ્તુ વાપરી લઈએ, ગુરુની રજા મળે તોય બમણા પ્રમાણમાં એ વસ્તુ ખાઈ લઈએ... આ બધું સંસારરોગને વકરાવવાનું કામ છે. જો ગુરુને ખબર પડે તો હોસ્પીટલમાંથી = ગચ્છમાંથી કાઢી પણ મૂકે. આવું બધું કરવામાં ગુરુ અદત્તનો દોષ લાગે. માટે આત્માર્થીએ ગોચરી + પાણી ગુરુની રજા લઈને, એમના બતાવેલા પ્રમાણ મુજબ જ વાપરવા, ઈચ્છા થાય તો પણ રજા લીધા પછી જ વધુ વાપરવું. ચતુર્થમહાવ્રતની પાંચ ભાવનાઓ : કલિકાલસર્વજ્ઞ શ્રી યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં ચોથા મહાવ્રતની પાંચ ભાવનાઓ નીચે પ્રમાણે દર્શાવે છે स्त्रीषण्डपशुमवेश्मासनकुड्यन्तरोज्झनात् । सरागस्त्रीकथात्यागात्प्राग्रतस्मृतिवर्जनात् । स्त्रीरम्यालेक्षणस्वांगसंस्कारपरिवर्जनात् । प्रणीतात्यदनत्यागात् ब्रह्मचर्यं च भावयेत् । - આ પાંચ ભાવનાઓ એ મુખ્યત્વે બ્રહ્મચર્યની નવ વાડ રૂપ જ દર્શાવી છે. એ નવવાડનું વર્ણન અમે પૂર્વે કરી ગયા છીએ. છતાં અહીં સંક્ષેપમાં એ જ નવવાડને પાંચ ભાવના રૂપે દર્શાવીશું. સ્ત્રીષર્ડ....... જે ઉપાશ્રયમાં સ્ત્રી, નપુંસક, પશુઓની હાજરી હોય, તેવા ઉપાશ્રયોનો ત્યાગ કરવો. એમ સ્ત્રી વગેરે જે આસન પર બેઠા હોય, એમના ઉભા થયા પછી પણ ૪૮ મિનિટ સુધી ત્યાં ન બેસવું. તથા જ્યાં ભીંત વગેરે સ્થાનોમાંથી ------------------------૩૧૫ - - - - - - - - - ૦૮-૦૯-૦૯--- Page #317 -------------------------------------------------------------------------- ________________ -------------------૦૯ મહાવ્રતો કે ૯-૯-૦૯--૯-૯----- મૈથુનાદિના શબ્દો સંભળાતા હોય, તે જગ્યા પણ તરત છોડી દેવી. ઘણીવાર ઉપાશ્રયની નજીકના ઘરોમાંથી પીક્યરના ગીતો વગેરે સંભળાતું હોય છે, એમાં કામોત્તેજક શબ્દો પણ હોય... માટે જ એવા સ્થાનો તરત છોડી દેવા જોઈએ. એ સ્થાનમાં રોકાવું જ પડે. તો જે બાજુ એ અવાજ ન આવે, ન સંભળાય... એવા સ્થાને બેસી જવું. વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ એ જ હોલમાં બેનો બેઠેલા હોય તો એ હોલમાં ન બેસવું, જો ત્યાં બેસવું જ પડે તો બેનોની તરફ આપણી નજર જ ન પડે એ રીતે મોઢું રાખીને બેસવું. તથા બેનોની હાજરીમાં પાંગરણી-કપડો અવશ્ય પહેરી જ રાખવો, બેનોની હાજરીમાં સાધુ ખુલ્લી છાતીએ બેસે એ લેશ પણ ઉચિત નથી, સ્પષ્ટ મર્યાદાભંગ છે. આ અંગેની ઘણી વાતો પૂર્વે જણાવી દીધી છે. સરાગસ્ત્રીકથા ત્યાગ : આના અનેક અર્થો થાય છે. (૧) સ્ત્રીની સાથે વાત કરવી જ પડે તો પણ રાગભાવથી પ્રેરાઈને વાત ન કરવી, અત્યંત જરૂરી કામ હોય તો જ આંખો નીચી ઢાળી રાખીને જ વાત કરવી. આ સરાગસ્ત્રીકથાત્યાગ કહેવાય. (૨) સ્ત્રી સાથે વાત ન કરીએ, પણ મિત્રો વગેરે સાથે કોઈક સ્ત્રી અંગેની વાતો રાગભાવથી પ્રેરાઈને કરીએ તો એ પણ ખોટું જ. એ સ્ત્રી અંગેની વાતો કરતા હૃદયમાં કંઈક લાગણી અનુભવાય, કંઈક ખેંચાણ-રાગ અનુભવાય, મુખની રેખામાં કંઈક ફેરફાર ઉભો થાય, સ્ત્રી અંગેની વાતો કરવી અને સાંભળવી ગમે... આ બધું સરાગસ્ત્રીકથા છે, એ છોડી દેવું. (૩) કોઈક સ્ત્રી સાધુ પ્રત્યે રાગી બને, રાગ ભાવથી આકર્ષાઈને એક યા બીજા બહાને સાધુને મળવા, સાધુ સાથે વાત કરવા ઝંખે... સાધુને ખ્યાલ આવી જ જાય કે આ સ્ત્રીનું મન સાફ નથી એમાં કંઈક ગરબડ છે... એટલે આમ પણ સાધુ સ્ત્રી સાથે વાત કરતો ન હોય, પણ એમાંય જો પચ્ચકખાણના બહાને, પ્રશ્નો પુછવાના બહાને, આલોચનાના બહાને, વંદનના બહાને... કોઈપણ બહાને આવે.. સાધુ એ વખતે કઠોર બનીને એને અટકાવે, એને ઉપાશ્રયમાં જ ન આવવા દે. જરૂર પડે તો ઠપકો પણ આપે... હા ! બીજા બેનો પચ્ચકખાણ-વંદનાદિ માટે આવતા હોય, તો એમને અમુક સમય પુરતા કદાચ આવવા પણ દે... પણ સરાગી બેનને તો સખ્તાઈ સાથે ના પાડે. જો આમાં ઢીલ કરે, તો એ સાધુ વહેલુ-મોડું પોતાનું પતન લાવનાર બને છે. આમ ત્રણે અર્થો યોગ્ય છે. પ્રાગ્રતસ્કૃતિઃ સાધુ ભૂતકાળના સ્ત્રી સાથેના સંબંધો યાદ ન કરે. સ્ત્રી સાથે ભોગ ----------------------- ૩૧૬૪૯૯૯ - - - - - - નરલ નોલ----------- Page #318 -------------------------------------------------------------------------- ________________ -------- મહાવ્રતોની રક્ષાનો-વૃદ્ધિનો અમોઘ ઉપાય : ભાવતાઓ -------- ભોગવ્યા હોય, હસી હસી વાતો કરી હોય, જાત જાતની રમતો સાથે રમ્યા હોય, મજાકભાવે પરસ્પર ઝપાઝપી કરી હોય... આમાંનું કંઈપણ યાદ ન કરે. જો આ બધું યાદ કરે તો કામ વિકારો જાગવાની શક્યતા પાકી આ વાત બિલકુલ ભૂલવી ન જોઈએ. જેમ સ્વપ્નમાં ભૂત દેખાય અને માણસ ગભરાઈ જાય, ઘરમાં અચાનક સાપ દેખાય અને માણસ ગભરાઈ જાય... એમ મનમાં ભૂતકાળના આવા કોઈપણ પ્રસંગ યાદ આવે કે તરત જ સાધુ સાવચેત બની જાય, મનને જલ્દી બીજા કામમાં જોડી દે.. એ વિચારોને લાંબા ચાલવા જ ન દે... આમ કરે તો એનું બ્રહ્મચર્ય સુરક્ષિત રહી શકે. - સ્રીરથી ગોક્ષUT.. સ્ત્રીના મનોહર અંગો - મુખ વગેરે તરફ સાધુ દષ્ટિપાત ન કરે, ભૂલથી દષ્ટિ પડી જાય તો તરત જ આંખને પાછી ખેંચી લે. સાધુ પોતાના શરીરનો સંસ્કાર ન કરે. અર્થાત્ મોઢું ધોવું, વાળ ઓળવા, આકર્ષક ચશ્માં રાખવા, કપડા ધોળા-ધબ પહેરવા... આવું કશું ન કરે. સાધુએ બ્રહ્મચર્યની રક્ષા માટે બે બાબતો જાળવવાની છે. (૧) પોતાને કોઈ તરફ વિકાર પેદા ન થવો જોઈએ. (૨) કોઈને પોતાના તરફ વિકાર પેદા ન થવો જોઈએ. જો પોતે જ વિકારગ્રસ્ત બનશે, તો પોતે સામે ચાલીને પતનની ખાઈમાં પડશે. - જો પોતે વિકારગ્રસ્ત ન બને, પણ કોઈ પોતાના તરફ વિકારગ્રસ્ત બને, તો એ બીજી વ્યક્તિ પોતાના વિકારો સંતોષવા સાધુને પાડવાનો પ્રયત્ન કરે, એમાં સાધુ ન પણ ટકે, અને તો એ રીતે પણ સાધુ પતન પામે. આ બેમાંથી એકપણ પ્રકારે પતન ન થાય એ માટે ઉપરની બે બાબતો જાળવવાની છે. સાધુ જો સ્ત્રીના મોઢા વગેરે તરફ વારંવાર જોશે, તો એ વિકારી બનશે, તો એ સ્વયં પતનની ખાઈમાં પડશે, એ ન થવા દેવા માટે સાધુ પોતાની આંખોને ક્યાંય આડીઅવળી ભટકવા ન દે, એને કાબુમાં રાખે, સ્ત્રી તરફ જૂએ જ નહિ, એટલે પ્રાયઃ વિકાર જાગે જ નહિ, એટલે સ્વયં પતનમાં પડવાનું બને જ નહિ. પણ સાધુ જો મોઢું ધૂએ, સારા કપડા પહેરે, આકર્ષક ચશ્મા પહેરે, વાળ ઓળે... તો એને જોઈને સ્ત્રીઓ વિકારી બને, તેઓ સામેથી આકર્ષાય અને એમના દ્વારા સાધુનું પતન થાય. આવું ન થવા દેવા માટે જ બીજો વિકલ્પ છે. સાધુ દેખાવમાં સાદો - કપડા પણ સાદા-મેલવાળા, શરીર પર થોડો મેલ બાઝેલ હોય, મુખ ધોયું ન હોવાથી એ પણ શ્યામ લાગે, ચશ્મા પણ સાવ સાદા, વાળ ધોળા થઈ ગયેલા કે અડધા મસ્તકમાં ટાલ પડી ગઈ હોય, જે વાળ હોય એ પણ જેમ તેમ હોય...આમાં કોઈને આકર્ષણ થાય એ શક્યતા ઘણી ઓછી ! એટલે જ બીજા દ્વારા Page #319 -------------------------------------------------------------------------- ________________ * મહાવ્રતો સાધુનું પતન થવાનો અવસર જ પ્રાયઃ ન આવે. પ્રણીતાત્યદનત્યાગ : દૂધ-ઘી-મીઠાઈઓ... આ બધુ પ્રણીત ભોજન છે, સાદી ગોચરી પણ જો પેટ ભરીને કે દાબી દાબીને વાપરે તો એ અતિભોજન કહેવાય. આ બંને વસ્તુ બ્રહ્મચર્યને નુકસાન કરનારી છે. આત્માર્થી સાધુએ આ બંનેનો ત્યાગ કરવો. અશક્તિ વગેરે ઉત્પન્ન થાય તો જરૂરિયાત પ્રમાણે અલ્પ પ્રણીતભોજન લઈ શકાય, પણ એ જેટલું ઓછામાં પતે એટલું જ સારું. એમ ગોચરી વધી પડે અને ખપાવવા લેવી પડે, તો એ રીતે અતિભોજન કર્યા પછી બીજા દિવસે ઉપવાસ / ઉણોદરી કરી લેવી. (આ અંગે વિસ્તૃત વર્ણન જોઈ જોવું હોય તો ધન તે મુનિવરા રે... પુસ્તકમાં જે બ્રહ્મચર્ય નામના ગુણ ઉપરની ૮-૧૦ ગાથાઓનું વિસ્તૃત વિવેચન છે. એ જોવું.) પ્રશ્ન : આજે પ્રણીતભોજન તો મોટા પ્રમાણમાં વપરાય છે, તો શું એ ખોટું છે ? ઉત્તર : સંઘયણની નબળાઈ, સખત પરિશ્રમ વગેરેને કારણે ખરેખર શરી૨ ટકાવવા માટે, આસક્તિને પરવશ થયા વિના માપસર જ એ પ્રણીત ભોજન વપરાતું હોય તો એ અપવાદમાર્ગ છે, એમાં દોષ નથી. પણ આસક્તિને પરવશ બનીને, શરીરને જરુર ન હોવા છતાં પ્રણીત ભોજન વાપરવું, શરીરને ઓછી જરુર હોવા છતાં વધારે પ્રણીત ભોજન વાપરવું... એ શાસ્ત્રાજ્ઞાભંગ છે. યાદ રાખો કે ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરદેવ કહે છે.કે રસા પામ ન નિસેવિય∞ા, પાયં રસા વિત્તિના હૅવંતિ । પ્રણીત ભોજન વધુ ન વાપરવું. પ્રાયઃ એ વિકાર કરનારું બને છે. દસવૈકાલિક સૂત્રમાં ચૌદપૂર્વધર શ્રી શય્યભવસૂરિ કહે છે કે પત્નીત્ર રસ મોબળ...વિસં તાલનું ના પ્રણીત ભોજન એ સાધુ માટે તાલપુટઝેર છે. કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિજી કહે છે કે “પ્રખીતાત્યનત્યાત્' પ્રણીત ભોજનનો ત્યાગ કરો... સેંકડો ગ્રન્થોમાં સેંકડો મહાપુરુષોએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં આ વાત ઉચ્ચારી છે. એની અવગણના એ પ્રભુવીરથી માંડીને સેંકડો મહાપુરુષોની અવગણના છે. “આ શું વારંવાર એકની એક વાત ! વિગઈ છોડો, વિગઈ છોડો...” એવા શબ્દો દ્વારા આ પદાર્થની મશ્કરી એ પ્રભુવીરથી માંડીને સેંકડો મહાપુરુષોની મશ્કરી છે. કોઈ ભલે ગમે તે કહે, શાસ્ત્રવચનો બહુ સ્પષ્ટ છે. જે એનો અપલાપ કરશે, એ ગમે તેવો મહાન હોય, એ એના દારુણ અંજામ ભોગવશે જ, એ નિશ્ચિત વાત છે. આ જ વાત વિભૂષા અંગે વારંવાર કાપ કાઢીને આકર્ષક વસ્ત્રો-પહેરવા અંગે ૩૧૮ - *** Page #320 -------------------------------------------------------------------------- ________________ હ-ક-લ-----મહાવતોની રક્ષાનો-વૃદ્ધિનો અમોઘ ઉપાય : ભાવતાઓ ------------ પણ સમજી જ લેવી. પંચમ મહાવ્રતમાં પાંચ ભાવનાઓ કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાઓનું વર્ણન કરતા ફરમાવે છે કે स्पर्शे रसे च गन्धे च स्मे शब्दे च हारिणि । पञ्चस्वितिन्द्रीयार्थेषु गाढं गाय॑स्य वर्जनम् । एतेष्वेवामनोज्ञेषु सर्वथा द्वेषवर्जनम् । आकिञ्चन्यव्रतस्यैवं भावनाः पञ्च कीर्तिताः । સ્પર્શ અનુકૂળ સ્પર્શનો સંપર્ક થાય, તો એમાં ગાઢ આસક્તિ ન કરવી અને પ્રતિકૂળ સ્પર્શનો સંપર્ક થાય તો એમાં સર્વપ્રકારે દ્વેષનો ત્યાગ કરવો એ પ્રથમ ભાવના છે. ડામરનો કે સીમેન્ટનો રસ્તો હોય તોય શું? ને કાંકરા - કાંટાવાળો રસ્તો હોય તોય શું? ખબર પણ ન પડે એ રીતે લોચ કરનાર લોચ કરે તોય શું? ને આંચકાઓ લાગે તોય શું? જાડો-કોમળ સંથારો મળે તોય શું ? ને ખૂંચે એવો સંથારો મળે તોય શું ? લીસા - પાતળા કપડા મળે તોય શું ? ને ચામડી ફાડીને લોહી કાઢી નાંખનારા કપડા મળે તોય શું ? કોઈનો આશ્વાસન આપતો હાથ શરીર પર ફરે તોય શું? ને ગાલ પર બે તમાચા પડે તોય શું ? શરીર પર સુગંધી દ્રવ્યો ચોપડવામાં આવે તોય શું ? અને વરસાદાદિમાં શરીર કાદવથી ખૂબ ખરડાય તો ય શું ? - વજનમાં હલકો-નાનો ઘડો મળે તોય શું? ને ઘણા પાણી ભરેલો મોટો ઘડો ઉંચકવો પડે તોય શું ? ગોચરી ઉંચકવાનો અવસર જ ન આવે તોય શું? ને પુષ્કળ વજનથી હાથ રહી જાય, લોહી ગંઠાઈ જાય તોય શું? માંદગીમાં માત્ર બામ લગાડવાથી પતી જાય તોય શું ? ને શરીરમાં ૧૦-૨૦ ઈજેક્શનોની સોંય ઘોંચાય તોય શું? નેઈલકટર વડે નખ વ્યવસ્થિત સમારાય તોય શું ? ને ભૂલથી કાચી ચામડી પણ ઉતરડાઈ જાય તોય શું ? હોઠ એકદમ સુંવાળા રહે તોય શું? ને શિયાળાદિમાં ચામડી ઉખડે-લોહી નીકળેબળે તોય શું? પગ સારા-સુંવાળા હોય તોય શું? ને એમાં તિરાડો પડે, ચામડી ઘસાય, લોહી નીકળે તોય શું? Page #321 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો વહેલી સવારે ઠંડકમાં વિહાર થઈ જાય તોય શું ? ને તડકામાં ઉપર-નીચે ઘોર ગરમી વેઠવી પડે તોય શું ? શિયાળામાં બે-ચાર ધાબડાની મસ્ત વ્યવસ્થા મળે તોય શું ? ને એકપણ કામળી વિના આખી રાત પસાર કરવી પડે તોય શું ? આવી તો સેંકડો બાબતો વિચારી લેવી. સાધુ બધામાં પ્રશમભાવનિમગ્ન બને, હા ! છદ્મસ્થતાના કા૨ણે સંજ્વલન રાગ-દ્વેષ થઈ પણ જાય. માટે જ તો ગાઢ શબ્દ લખેલો છે. એ સુચવે છે કે ગાઢ રાગ છોડવો... અર્થાત્ મંદરાગ પણ છોડવાનો તો છે જ છતાં એ વર્તમાનમાં ન છૂટે, તો પણ ગાઢ રાગ તો ન જ થવા દેવો. એ જ વાત ગાઢ દ્વેષ અંગે પણ સમજી લેવી. ગાઢ રાગ એટલે પ્રશંસા કરવી. ખૂબ ખુશ થવું. એમાં રચ્યાપચ્યા રહેવું. ગાઢ દ્વેષ એટલે નિંદા કરવી-ખૂબ દુઃખી થવું - હાય ! હાય ! કરવી, ફરિયાદો ચાલુ રાખવી. સાધુ તો સારી વસ્તુને પણ સહન કરે, પચાવે. સાધુ તો ખરાબ વસ્તુને પણ સહન કરે, પચાવે. રસ ઃ ઉનાળામાં અમદાવાદી નવા ઘડાનું બેકલાકથી ઠંડુ થયેલું પાણી મળે કે મોટા વિહાર કરીને પહોંચ્યા હોઈએ અને આપણા ગયા પછી જ પાણી ગરમ મૂકેલું હોય, એ ધગધગતું ગરમ પાણી લાવીને ખાસી તરસ છિપાવવા એ ગરમ પાણી વાપરવું પડે સાધુને બેયમાં શું ફેર પડે ? કારણસર કરાતી નવકારશીમાં ગરમાગરમ, કેસર-ઈલાયચી-એલચીવાળું દૂધ મળે કે બપોરના એકાસણામાં ખાંડ વિનાનું સાવ ઠંડુ દૂધ મળે... સાધુને બેયમાં શું ફે૨ પડે? તેલ વિનાનું ઓછા મરચાવાળું વ્યંજન વાપરવા મળે કે પુષ્કળ તેલ અને પુષ્કળ મરચાવાળું મારવાડી વ્યંજન વાપરવામાં આવે. સાધુને બેમાં શું ફેર પડે ? મોઢામાં મૂકીએ અને ગળામાંથી ઉતરી જાય એવી એકદમ પાતળી અને મોણવાળી રોટલી વાપરવામાં આવે કે સાકરના ટુકડાની જેમ જ રોટલીને દાંતથી તોડવી પડે એવી જાડી-મોણ વિનાની રોટલી વાપરવામાં આવે સાધુને બેયમાં શું ફેર પડે ? રસગુલ્લા - રસમલાઈ - અંગુ૨૨બડી જેવી મીઠાઈઓ વાપરવામાં આવે કે ભૂલથી જેમાં ખાંડ જ નાંખવાની રહી ગઈ છે એવી અને લોટ વધારે સેકાઈ ગયો હોવાથી કડક બની ગયેલી, ઘી ઓછું હોવાથી સૂકી પંદર-વીસ દિવસ જૂની મોહનથાળ જેવી મીઠાઈ ૩૨૦ Page #322 -------------------------------------------------------------------------- ________________ --------મહાવ્રતોની રક્ષાતો-વૃદ્ધિનો અમોઘ ઉપાય : ભાવતાઓ ------- (!) પાંચ-સાત ટુકડા વાપરવામાં આવે... સાધુને બેયમાં શું ફેર પડે ? આંબિલ ખાતાની ૨૦-૨૫ ગરમાગરમ આઈટમોથી ઓળી કરવાની આવે કે ચાલુ વિહારમાં નિર્દોષ ગોચરી વાપરવાની ખેવના હોવાથી માત્ર જાડી લુખી રોટલી અને ઉકાળેલા પાણીથી આંબિલ કરવા પડે.... સાધુને બેયમાં શું ફેર પડે ? ગોચરી વધી પડે ત્યારે ખપાવવા માટે અનુકુળ મીષ્ટાન્નાદિ વાપરવા પડે કે શાક, સુપ, આહાર - ઠંડા ભાત ખપાવવામાં આવે...બેયમાં સાધુને શું ફરક પડે ? માપસર મસાલાવાળી રસોઈ આવે કે ભૂલથી બિલકુલ અલુણી કે ભૂલથી બમણા બલવણવાળી ગોચરી આવે... એ વાપરવી પડે... બેયમાં સાધુને શું ફેર પડે ? રોજ મીષ્ટાન્નાદિવાળી ગોચરી મળે કે ઉનાળાદિમાં મહીના સુધી માત્ર ને માત્ર રોટલી-શાક-દાળ ભાતવાળી સાવ સાદી ગોચરી મળે, એમાં એકાસણું કરવું પડે... સાધુને બેયમાં શું ફેર પડે ? કેરીનો રસ અનુકૂળ આવે કે કેરીનો રસ અતિ ખાટો, ઉતરી ગયેલો આવે... બેયમાં સાધુને શું ફેર પડે ? - સાધુ માત્ર ને માત્ર શરીર ટકાવવા જ ગોચરી વાપરે છે, રાગદ્વેષ ખતમ કરવા ગોચરી વાપરે છે... એટલે એ આવી વિચિત્ર પરિસ્થિતિમાં પણ મેરુની જેમ અડગઅડોલ રહે છે. એ નથી તો સારા ગોચરી-પાણીની પ્રશંસા કરતો કે નથી તો પ્રતિકૂળ ગોચરી-પાણીની ફરિયાદ કરતો... રે ! એને અનુકૂળ-પ્રતિકૂળ આ બે ભેદો જ ક્યાં છે ? સ્વાધ્યાયાદિ યોગમાં તલ્લીન બની ચૂકેલા સાધુને આ પ્રશંસા કે ફરિયાદ કરવાની એકપળની પણ ફુરસદ જ ક્યાં છે ? ગંધ : ચાલુ વિહારમાં આજુ બાજુના બગીચા વગેરેમાંથી પુષ્પોની મનોહર સુગંધ આવે કે ગટર પાસેથી પસાર થતી વખતે વિષ્ઠાદિની ભયંકર દુર્ગધ આવે..... સાધુ માટે બધુ સમાન ! ગ્લાન સાધુ માટે ઘરોમાંથી અનુકૂળ વસ્તુઓ પાત્રમાં વહોરી લાવવાની હોય, તપસ્વી માટે પારણામાં વિશિષ્ટ દ્રવ્યો પાત્રામાં વહોરી લાવવાના હોય કે એ જ ગ્લાનના કે એ જ તપસ્વીના સ્પંડિલ-માત્રુના પ્યાલા દૂર જઈને પરઠવવાના હોય... સાધુ માટે બધુ સમાન ! - સેંટ અત્તરથી વાસિત વસ્ત્રોવાળા શ્રાવકોના આગમનથી આખા ઉપાશ્રયમાં સુગંધ વ્યાપી જાય કે અજીર્ણવાળા કોઈકની વાછૂટથી ઉપાશ્રયમાં ચારે બાજુ દુર્ગધ વ્યાપી નહe ---------------૦૯ ૩ ૨ ૧ - - - - - - - - - - - - - - - - - Page #323 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો જાય... સાધુ માટે બધુ સમાન ! ગુરુના સામાન્ય મલિન વસ્ત્રોનો સાબુ વગેરેથી કાપ કાઢવાનો હોય કે ગ્લાનના સ્થંડિલ-માત્રુથી અતિશય બગડેલા વસ્ત્રોનો કાપ કાઢવાનો હોય... સાધુ માટે બધુ સમાન ! પોતાના હાથે અનેક સહવર્તીઓને સુંદર-મજાની ગોચરી વહેંચવાનો લાભ મળતો હોય કે કોઈક સાધુ ભૂલથી જમીન પર જ પુષ્કળ ઉલટી કરી બેસે, ત્યારે ખોબા ભરી ભરીને એ ઉલટી પ્યાલામાં લઈને, એ જગ્યા સાફ કરીને, એ પ્યાલો વિધિસર પરઠવવાનો હોય... સાધુ માટે બધુ સમાન ! રોજ સાબુ-શેમ્પુથી સ્નાન કરનારા, મુખમાંથી દુર્ગંધ ન આવે એ માટે સુગંધીદાર મંજન કરનારા, રોજેરોજ ધોયેલા કપડા પહેરનારા શ્રીમંતો સાથે નજીકમાં બેસીને વાત કરવાનો અવસર આવે કે બિલકુલ સ્નાન ન કરનારા, મંજનાદિ ન કરતા હોવાથી મુખમાં તેવી ગંધવાળા, મિલનવસ્ત્રોવાળા સાધુ સાથે અગત્યની વાત માટે નજીક બેસીને વાત કરવાનો અવસર આવે... સાધુ માટે બધુ સમાન ! રસોડામાં બનતી ભાતભાતની મીઠાઈઓની મઘમઘતી સુગંધ છેક ઉપાશ્રયમાં ઉપર સુધી આવે કે આજુ બાજુમાં મરી પડેલી ગાયના શબની નાક ફાડી નાંખે એવી દુર્ગંધ છેક ઉપાશ્રયમાં ઉપર સુધી આવે... સાધુ માટે બધુ સમાન ! નવા ઉપાશ્રયોમાં અઘતન કક્ષાના એટલે જ દુર્ગંધાદિ વિનાના વાડામાં સ્થંડિલ બેસવું પડે કે જૂના ઉપાશ્રયોમાં જે વાડામાં જૂના સ્થંડિલો પડેલા હોય, સ્થંડિલવાળા પ્યાલાઓ પડેલા હોય એવી જગ્યાએ બેસવું પડે... સાધુને બધુ સમાન ! બહાર સ્થંડિલ જવાનું થાય ત્યારે એકદમ ચોખ્ખી જગ્યા મળે કે સવારે સેંકડો લોકો ત્યાં સ્થંડિલ જતાં હોવાથી આજુ બાજુ વિષ્ઠાઓવાળી જગ્યા મળે... સાધુને બધું સમાન! સાધુ જુગુપ્સામોહનો વિજેતા છે, એને ક્યાંય જુગુપ્સા ન થાય હા ! ઔચિત્ય ખાતર, ખરાબ ન દેખાય એ ખાતર કંઈક કરવું પડે એ જુદી વાત ! પણ જુગુપ્સાના કારણે સાધુનું મોઢું કદી ન બગડે. સુગંધાદિના કારણે સાધુના મુખ પર મલકાટ કદી ન પ્રગટે. પુદ્ગલસ્વરૂપનો જ્ઞાતા મહાત્મા સુગંધ-દુર્ગંધના ચક્કરમાં ન ફસાય, એના સંકલ્પ વિકલ્પમાં અણમોલા માનવભવની એક સેકન્ડનો કરોડમો ભાગ પણ સાધુ ન બગાડે. પેલા તત્ત્વજ્ઞાની મંત્રી અને પુદ્ગલરસિક રાજાની કથા ક્યાં પ્રસિદ્ધ નથી ? નગરની ગટર પાસે મંત્રી નાક બંધ કરતો નથી, મોઢું મચકોડતો નથી, નિંદા કરતો નથી... આશ્ચર્યચકિત રાજા પૂછે છે કે “મંત્રી ! શું તને દુર્ગંધ નથી આવતી...” મંત્રી કહે કે “આ તો પુદ્ગલનો સ્વભાવ...’ અંતે રાજાને પ્રતિબોધ પમાડવા માટે મંત્રીએ એ જ *** 322 - *** Page #324 -------------------------------------------------------------------------- ________________ ----નીલ-રેલ---જન મહાવ્રતોની રક્ષાનો-વૃદ્ધિનો અમોઘ ઉપાય : ભાવતાઓ -------- ગંદા પાણીને અનેક પ્રક્રિયાઓ દ્વારા સુગંધી, સ્વાદિષ્ટ બનાવી રાજાને એક દિવસ ભોજનનું આમંત્રણ આપી એ પાણી વપરાવ્યું. રાજા કહે કે “મારી જીંદગીમાં આવું પાણી મેં પીધુ નથી. તું આવું પાણી ક્યાંથી લાવ્યો?” ત્યારે મંત્રીએ અભય માંગી લઈને સાચી વાત જણાવી કે “નગરની ગંધાતી ગટરનું જ આ પાણી છે કે જેને આપ તે દિવસે ખૂબ વખોડતા હતા અને આજે ખૂબ વખાણો છો...” એક મંત્રી જો આવો વિરાગી હોય, તો પંચમહાવ્રતધારી સાધુની તો વાત જ શી કરવી ? રૂ૫ : કોઈક રૂપાળા, ગોરા, હસમુખા દેખાય તો કોઈક કદરૂપા, કાળા, રડમસ દેખાય.... કોઈકના વાળ સોહામણા, આકર્ષક દેખાય તો કોઈકને ભરયૌવનમાં પણ મસ્તકમાં ટાલ પડી ગઈ હોય કે વાળ ધોળા થઈ ગયા હોય... કોઈકની આંખો લાંબી-સપ્રમાણ-વિશિષ્ટકક્ષાની હોય, તો કોઈક કાણિયા હોય, કોઈકની એકાદ આંખ ત્રાંસી હોય, કોઈકની એકાદ આંખની કીકી જ વિચિત્ર પ્રકારની હોય... કોઈકના નાક અણિદાર હોય, કોઈકના નાક સાવ ચપટ-બેડોળ હોય... કોઈક સર્વાગ સંપૂર્ણ હોય, તો કોઈને “ઉંટના અઢારે અંગ વાંકા' એ ન્યાય લાગુ પડેલો હોય... કોઈક પાતળા કે મધ્યમ હોય, કોઈક અતિ જાડા, હાસ્યાસ્પદ લાગે તેવા હોય... નવા ઉપાશ્રયો આલિશાન મહેલ જેવા, આકર્ષક રંગે રંગાયેલા હોય, જૂના ઉપાશ્રયો ખૂણા-ખાંચાવાળા નાના, અંધારીયા, ઉખડી ગયેલા કલરવાળા હોય... પહેરવાના વસ્ત્રો તદન નવા કાઢેલા હોવાથી એકદમ સફેદ-ચોખ્ખા હોય, તો કોઈક વસ્ત્રો વર્ષોથી વપરાતા હોવાથી કધોણા થઈ ગયેલા અને મહિનાથી કાપ કાઢ્યો ન હોવાથી મેલા ડાઘાવાળા હોય કોઈકનો ચહેરો અત્યંત સોહામણો હોય કે કોઈકનો વળી કોઢના સફેદ સફેદ અનેક ડાઘાવાળો હોય. કાપ કાઢ્યા બાદ હથેળીનો-હાથનો બધો મેલ નીકળી જવાથી એ હથેળી સફેદાઈ + લાલાશથી ભરપૂર હોય કે કાપ કાઢ્યા પૂર્વે હાથ ધોયા ન હોવાથી એ હાથ શ્યામવર્ણના દેખાતા હોય... ડોક્ટર પાસે જવાનું હોવાથી બંને પગો બરાબર ધોઈ લીધા હોય અને તેથી લેશપણ ડાઘા વિનાના હોય કે પછી ધૂળ-માટી વગેરે વગેરે દ્રવ્યોના સંપર્કને કારણે બંને પગો ઉપર જ- - - - - - - - - - - - ૩ ૨ ૩ ૪૯ - - - - - - - - - - - Page #325 -------------------------------------------------------------------------- ________________ ડાઘા દેખાતા હોય... મહાવ્રતો આવી તો સેંકડો બાબતો ! રોજે રોજ નજર સામે સેંકડો લાખો સારી-નરસી વસ્તુઓ દેખાય, લોકો દેખાય...પણ સાચા સાધુના મનમાં ક્યાંય રાગદ્વેષ ન થાય. જ્ઞાનગર્ભિત વૈરાગ્યનો સ્વામી આ મહાત્મા તો સમજતો જ હોય કે “સબ પુદ્ગલ કી બાજી” આજની સારામાં સારી દેખાતી પ્રત્યેક વસ્તુના ભવિષ્યમાં જે બેહાલ થવાના છે. એ આખું વિશ્વ જાણે છે. પણ સાધુ તો એ બેહાલને નજર સામે જ જાણે કે સાક્ષાત્ નિહાળે છે. અત્યંત રૂપાળી સ્ત્રી પણ સાધુને તો શ્મશાનમાં સળગી ગયેલા એના દેહની રાખ રૂપ દેખાય, મોટી, નયનરમ્ય ઈમારતો પણ સાધુને તો વર્ષો પછી ખંડિયેર બની જનાર, લોકોને ઠલ્લા-માત્રા માટે ઉપયોગમાં આવનાર દેખાય. આ દેહ તો ભાઈ ! હાડમાંસનો બનેલો માળો ! આ દેહ તો ભાઈ ! શ્મશાનની શબનો ઢગલો ! ******** આ દેહ તો ભાઈ ! ગંદી-દુર્ગંધી વસ્તુઓથી ભરેલો ઉકરડો ! આ દેહ તો ભાઈ ! અનંતસંસારનો જનેતા મહાન કપટી શત્રુ ! પછી એ દેહ પોતાનો હોય કે પારકાનો... સાધુ...તો સાવ ઉદાસીન ! પુદ્ગલના સોહામણા રૂપના ફંદમાં ફસાય એ બીજા ! આતમના સોહામણા રૂપના દર્શન કરનારો સાધુ નહિ જ. શબ્દ : ભક્તો, શ્રદ્ધાળુઓ પ્રશંસાના પુષ્પોનો વરસાદ વરસાવતા ન થાકે, અને ઈર્ષ્યાળુઓ-દોષદષ્ટાઓ ટીકા-નિંદાના કંટકોનો વરસાદ વરસાવતા ન થાકે... પણ સાધુ તો ન મલકાય કે ન મુંઝાય ! આજુ બાજુમાં ચાલતા લગ્નપ્રસંગોનો કે સંગીતના પ્રોગ્રામોનો સુમધુર અવાજ ભલભલાને એકધ્યાન સાંભળવા માટે જાગ્રત બનાવી દે, અને રાત્રે બે-ચાર વાગે શેરીના પાંચ-દસ કુતરાઓ ભૂખને કારણે કે ગમે તે કારણે પુષ્કળ મોટેથી ભસીને વાતાવરણને ત્રાસજનક બનાવી દે... પણ સાધુ ન આકર્ષાય કે ન ત્રસ્ત બને. મીઠા કંઠવાળો કોઈક ગાયક દેરાસરમાં સુંદર-મજાનું સ્તવન લલકારતો હોય, અને ક્યારેક કોઈક અબુઝ શ્રાવક સ્વર કર્કશ-બેસુરો હોવા છતાં આખા દેરાસરમાં સંભળાય એટલા મોટા અવાજે ગાતો હોય...બંનેય દશામાં ચૈત્યવંદન કરતા સાધુની પોતાની ચૈત્યવંદનની ધારા લગીરે ન તૂટે. **************** Page #326 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતોતી રક્ષાતો-વૃદ્ધિનો અમોઘ ઉપાય : ભાવતાઓ સામૈયામાં સારામાં સારા બેંડવાળાની હાજરી હોવાથી કર્ણપ્રિય સંગીત રેલાતું હોય કે દિવાળીના દિવસોમાં રાતે કાન ફાડી નાંખે એવા મોટા અવાજે બોંબ - ફટાકડાઓ ફૂટતા હોય... સાધુ શાંતસ્વભાવી બની રહે. ઉપાશ્રય એકદમ શાંત એરિયામાં હોવાથી અને વ્યાખ્યાનમાં બાળકોની ગેરહાજરી હોવાથી નીરવશાંતિ વચ્ચે પોતાનો અવાજ એકદમ સ્પષ્ટ રીતે નીકળતો હોય, સાધુને પણ લાગે કે મારો અવાજ આજે ઘણો મોટો હોય એમ લાગે છે. એવી અનુકૂળ પરિસ્થિતિ હોય કે ઉપાશ્રય મુખ્ય રોડની નજીક હોવાથી વાહનોની અવરજવર ચાલુ હોય, હોર્નના અવાજ, રીક્ષાદિના અવાજ વારંવાર કાને અથડાતા હોય,વ્યાખ્યાનમાં છોકરાઓનો પણ થોડોક અવાજ ભળેલો હોય... સાધુ ન તો રાગી બને કે ન તો ઉદ્વેગવાળો બને. વ્યાખ્યાન સિવાય પણ ચોવીસ કલાક જે ઉપાશ્રયમાં બિલકુલ શાંતિ હોય તેમાં રોકાવાનું થાય કે કારણસર ચોવીસમાંથી કમસેકમ પંદ૨-સત્તર કલાક અવાજોથી ધમધમતા ઉપાશ્રયમાં રોકાવાનું થાય... સાધુનું મન ન ઉછળે કે ન બગડે. ધાર્મિક અનુષ્ઠાન ચાલતું હોય, સંગીતકારો સાજીંદા સાથે આવીને ગીતો ગાતા હોય, ગાનારાની સાથે ઢોલવાળા મંજીરાવાળા ગરકાવ થઈ જતા હોય... ક્યારેક એવું બને કે અધકચરું શીખેલા સંગીતકારોનો કાફલો ભેગો થયો હોય. ગાયકનો સ્વર પૂર્વદિશામાં, તો ઢોલનો અવાજ વળી ઉત્તર દિશામાં, મંજીરા વળી દક્ષિણ દિશામાં.. સાંભળનારાઓને કાનમાં ખૂંચ્યા જ કરે એવું એ સંગીત ! પણ સાધુને શું લાગે-વળગે ? એ આ બધા પુદ્ગલોની જંજાળમાં શીદને લપેટાય ? એ નક્કી માનજો કે સાધુ પાસે બે સાજા-સારા કાન હોય તો પણ એ ધિર છે. સાધુ પાસે તીક્ષ્ણદષ્ટિ ધરાવતી બે આંખો હોય તો પણ એ પ્રજ્ઞાચક્ષુ છે. સાધુ સાવ સામાન્ય ગંધને પણ ઝટ પકડી પાડનાર નાક ધરાવતો હોય તો પણ એ નાકરહિત છે. સાધુ પાસે બધા સ્વાદોનો વિભાગ કરી આપનારી ચતુર જીભ હોય, તો પણ એ એકેન્દ્રિયતુલ્ય છે. સાધુ પાસે રૂપાળી-સોહામણી ચામડી હોય તો પણ એ અનિન્દ્રિય છે - ઈન્દ્રિય રહિત છે. સાધુ સાંભળે છે ખરો, પણ આત્માનો અવાજ ! બહારના અવાજો સાંભળવાની એને પળનીય ફુરસદ નથી ** ૩૨૫ Page #327 -------------------------------------------------------------------------- ________________ * મહાવ્રતો સાધુ જૂએ છે ખરો, પણ આત્માના ગુણો ! પૌદ્ગલિક મનોહરતા જોવા માટે એ લગીરે નવરો નથી. સાધુ સુંઘે છે ખરો, પણ શીલની સુગંધ ! પુષ્પો-સેંટ-અત્તરની સુગંધ સુંઘવા એ ક્ષણપણ ગુમાવે નહિ. સાધુ વાપરે છે ખરો, પણ આત્મમસ્તીને ! વિષ્ઠા બનનારા પુદ્ગલોને આરોગવાની હોંશ એ કરે, એવો મૂર્ખ નથી. સાધુ સ્પર્શે છે ખરો, પણ ઉત્તમપરિણતિને ! સ્ત્રી વગેરેના સ્પર્શ તો એને આગમાં દાઝી જવા જેવા જ લાગે. બસ, આ પાંચ ભાવનાઓ જો સાધુ આત્મસાત્ કરી લે, તો પાંચમું મહાવ્રત એના માટે સાવ જ સુલભ બની જાય. આ પચ્ચીસ ભાવનાઓમાં જે સાધુ-પુરૂષાર્થ ન કરે, એમાં છૂટછાટ સેવે એ મહાવ્રતોને મલિન કરનારો બને... કદાચ ક્યારેક એ મહાવ્રતોને સંપૂર્ણ ગુમાવી દેનારો પણ બને માટે જ આમાં વધુ ને વધુ પ્રયત્નશીલ બનવું. અંતે...... ૩૨૬ *** Page #328 -------------------------------------------------------------------------- ________________ આજ ૧૯. નમોડસ્તુ ત તવ શાસના જ આ છે હુંડા અવસર્પિણી ! વધુ ખરાબ અવસર્પિણી એમાં વળી આ પાંચમો આરો ! કેવલજ્ઞાની વગેરે અતિશયજ્ઞાનીઓનો સંપૂર્ણ વિરહ! એમાં વળી ભસ્મગ્રહની માર ખાઈ ખાઈને અધમૂઓ બનેલો આ જૈનસંઘ ! આવા કાળમાં ઘણું ઘણું ખરાબ દેખાવાનું જ. ક્યાંક સાધુ-સાધ્વીઓમાં ભારેમાં ભારે ઝઘડાઓ પણ દેખાય. ક્યાંક સાધુ-સાધ્વીઓમાં અબ્રહ્મનું પાપ દેખા દે. ક્યાંક સાધુ-સાધ્વીઓમાં પરિગ્રહની ઘોર મમતા પણ દેખાય, ક્યાંક સાધુ-સાધ્વીઓમાં શિથિલાચાર મર્યાદાઓને ભાંગી ચૂકેલો પણ દેખાય. ક્યાંક સાધુ-સાધ્વીઓમાં હિંસકતાની પરાકાષ્ઠા પણ દેખાય. શું ન દેખાય આ કળિયુગમાં ? એ જ એક સવાલ છે. - શું આપણે આ બધું જ ગાયા કરવું છે ? શું આપણે જેમાં કશો વિશેષ ફેરફાર કરી શકવાના નથી, એ બાબતોને ભૂલી ન શકીએ? જો આપણે આ માર્ગે આગળ વધશું તો આપણો ઘોર તપ, અભુત જ્ઞાન, અપૂર્વ વૈયાવચ્ચ, અજોડ શાસન પ્રભાવના... બધું જ પાણીમાં જશે... એ નક્કી માનજો. . . સાંભળો તો ખરા એ વીરશિષ્ય, અવધિજ્ઞાની ધર્મદાસગણિના હાર્દિક શબ્દો ! सुबहुं पासत्थजणं नाउणं जो न होइ मज्झत्थो । न साहेइ सकज्जं कागं च करेइ અખા . વર્તમાનમાં શિથિલાચારવાળા, સાધુતાથી બાર ગાઉ દૂર જઈને બેઠેલા માત્ર વેષધારીઓ પણ મોટા પ્રમાણમાં છે. પણ જે સંવિગ્ન સાધુ, જે સદાચાર સંપન્ન સાધુ આ બધાને જોઈને નિંદાટીકાના રસ્તે ચડી જાય છે, એમના તરફ મધ્યસ્થ બનતો નથી. એ આત્મકલ્યાણ સાધી શકતો નથી. એ પોતાના આત્માને કાગડો બનાવવાનું કામ કરે છે. કાગડાનું કામ છે વિષ્ઠામાં ચાંચ મારવાનું ! શિથિલોની શિથિલતા એ ગંધાતી વિષ્ઠા જ છે ને ? એમાં નજર નાંખનાર સાધુ કાગડાના બિરુદને પામે એમાં વળી નવાઈ શી? (૩૨ ૭ % * * * * * * * * Page #329 -------------------------------------------------------------------------- ________________ % જ જજ જ મહાવતો કે જ જીસ્ટર ઘોર તપસ્વી, ઘોર સ્વાધ્યાયી, ઘોર બ્રહ્મચારી બન્યા પછી પણ જો કાગડો બનવાનું હોય તો શું એ આપણને બધાને પસંદ છે ? જો ના? તો આપણે મક્કમપણે કેટલાક નિર્ણયો કરી જ લેવા જોઈએ. આ અતિ-અતિ-અતિ ભયાનક કાળ છે, જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલી હદ સુધીના પાપાચારો શ્રમણ સંસ્થામાં પણ ક્યાંક ક્યાંક ફેલાયેલા હોઈ શકે જ છે. એટલે “બધું જ શક્ય છે,” એ બરાબર સમજી લેવું. એમ થશે તો જયારે પણ એવા કોઈ સમાચારો સાંભળવા મળે, ત્યારે મન એમાં અટવાઈ નહિ જાય, મન એના જ નાહકના વિચારોમાં કલાકો-દિવસો બગાડી નહિ નાંખે. પળવારમાં એ વિચારોને તગેડી દઈને પાછું સન્માર્ગે લાગી જશે. જો આપણે તે તે દોષો, તે તે શિથિલતાઓ અટકાવવા સમર્થ હોઈએ તો ચોક્કસ એનો વિચાર કરવો, એ માટેના ઉપાયો વિચારવા, એ માટે યોગ્ય વ્યક્તિઓ સાથે એની ચર્ચા કરવી. એ રીતે આપણી મહેનતથી એ ભયાનક દૂષણો અટકે, શાસનહીલના અટકે એના જેવું રૂડું બીજું શું? પણ જો આપણને એમ લાગે કે આમાં હું કશું જ કરી શકવાનો નથી આમાં મારું કશું જ ચાલવાનું નથી, માત્ર વિચારવા કે બોલવા સિવાય એક બિંદુ જેટલું પણ કામ કરવાની આમાં મારી હેસિયત નથી... તો ત્યાં દઢતા સાથે નિર્ણય લો કે “આ અંગે મારે કંઈ જ વિચારવું નથી, મારે કંઈ જ બોલવું નથી, મારે કશું જ કરવું નથી” ઉલ્યું આ બધું વિચારીને આપણે આપણું મન અપવિત્ર કરીએ છીએ, ઉર્દુ આ બધુ બોલીને આપણે નહિ જાણનારાઓને પણ આ બાબતો જણાવીને એમના મનમાં પણ અશુભ ભાવો ઉભા કરવાનું, શાસનહીલનામાં નિમિત્ત બનવાનું કામ કરીએ છીએ. ઉર્દુ આમાં કંઈપણ કરવા જતાં એવી થપ્પડો પડે છે કે જેમાં આપણા નિમિત્તે નુકસાન ઘટવાને બદલે વધી જાય છે. એટલે પહેલા આ વિચારી જ લેવું કે “આમાં હું કંઈપણ સારું કરી શકું એમ છું?” જો મન ના પાડે, તો એ વાત ગમે તેવી ભયંકર પણ કેમ ન હોય, એની ધરાર ઉપેક્ષા જ કરવી. એની પળવાર પણ ચર્ચા ન કરવી, એ વાત કોઈને પણ ન જણાવવી. એ દુર્ગધનો ફેલાવો આપણા નિમિત્તે બિલકુલ ન થવા દેવો. નહિ તો ઘણાના ભાવપ્રાણ જોખમમાં મુકાશે, ઘણાની સંયમભાવના નષ્ટ થશે, ઘણાનો શાસનરાગ નબળો પડશે, ઘણાઓ નિંદકતા-દોષદષ્ટિના ભોગ બનશે... એ બધામાં નિમિત્ત બની જશું આપણે ! Page #330 -------------------------------------------------------------------------- ________________ नमोऽस्तु तस्मै तव शासनाय -* માનવમનનો એ સ્વભાવ છે કે એ મન નબળી વાતો સાંભળી-વાંચીને નબળું બને છે. એ મન સબળી વાતો સાંભળી-વાંચીને સબળું બને છે. એ કબુલ છે કે વર્તમાનમાં સંયમપરિણતિ દુર્લભ છે. આચારની શિથિલતા અને એની પાછળ વિચારની શિથિલતાઓ પણ વધી રહી છે... પણ આ બધી નબળી વાતો છે... એ સાંભળી-વાંચીને આપણું મન પણ નબળું પડે. “આટલું બધુ ખરાબ ચાલે છે.” એવું વારંવાર સાંભળવા-વાંચવા આવે... તો ધીરે ધીરે એ ખરાબ ખરાબ લાગતું મટી જાય... પછી તો આપણામાં પણ નાના-મોટા અંશે એ દોષો ઘૂસી જાય તો નવાઈ નહિ. એટલે નબળી વાતો સાંભળવી-વાંચવી નહિ, કોઈની પણ નહિ. એને બદલે સબળી વાતો વધુ ને વધુ સાંભળવી-વાંચવી, બીજાઓને કહેવી. દા.ત. “પેલા સાધુઓ તો ચિક્કાર આધાકર્મી વાપરે છે, વિહારમાં મોટો ખટારો સાથે રાખે છે... જલસા કરે છે...' આ બધી નબળી વાતો બોલવાને બદલે “આ સાધુઓ નિર્દોષ ગોચરી માટે બે-બે કિ.મી. પણ ફરે છે. વિહારમાં એકેય માણસ સાથે રાખતા નથી. આંબિલ-એકાસણાદિ તપ કરે છે...'' આવી સબળી વાતો જ કરવી. “પેલા સાધુઓમાં ચિક્કાર સાધ્વી પરિચય છે, સૂર્યાસ્ત બાદ અંધારામાં પણ સાધ્વીઓ સાધુઓ પાસે બેસતા હોય છે. આખો દિવસ બેનોની અવરજવર ચાલુ ! એકલા બેનો સાથે પણ સાધુ કલાકો સુધી બેસે છે...” આ બધી નબળી વાતો બોલવાને બદલે “આ સાધુ જોયો ? પોતાની સગી બા-બેન મળવા આવે, તો પણ દિવસે પણ એમની સાથે એકલો બેસીને વાત ન કરે. સાથે કોઈ પુરૂષ હોય તો જ વાત કરે અને તોય સગી બા સામે પણ આંખો ઊંચી કરીને ન જૂએ. શું એનું બ્રહ્મચર્ય !” આવી સબળી વાતો જ કરવી. “આ સાધુઓએ તો પોતાના કરોડો રૂપિયાના ટ્રસ્ટ બનાવી લીધા છે. ખોટાખોટા પ્રોજેક્ટો દેખાડી, ખોટા ખર્ચા બતાડી સંઘમાંથી લાખો રૂપિયા હડપ કરી જાય છે... એ પૈસાથી પછી પોતાનો નવો સંસાર ખડો કરી દે છે.' આ બધી નબળી વાતો બોલવાને બદલે “આ સાધુઓ કેવા નિષ્પરિગ્રહી ! એક નાના પોટલા જેટલો ય પરિગ્રહ નહિ. ઘડિયાળ રાખવા પણ તૈયા૨ નહિ. એમનો આખો સંસાર વિહારમાં એમની સાથે જ ઉંચકાઈ જાય... આગળ-પાછળ કંઈ ન મળે...” આવી સબળી વાતો જ કરવી. આવી આવી તો હજારો બાબતો છે, દરેકમાં નબળી અને સબળી બાબતોનું આ ૧૩૨૯ ****** Page #331 -------------------------------------------------------------------------- ________________ જીજેજજ મહાવતો જે ગણિત સમજી લેવું. જો વર્તમાનમાં પ્રત્યેક આચારમાં નબળી બાબતો હોય તો એ પણ નક્કી માનજો કે વર્તમાનમાં પ્રત્યેક આચારમાં સબળ દષ્ટાંન્તો પણ જીવતા-જાગતા છે જ. આપણે નબળી વાતો ઉચ્ચારી એનું ખંડન કરવું, એને બદલે સબળી વાતો ઉચ્ચારી એનું મંડન કરવું. સબળી વાતોનું મંડન એ નબળી વાતોનું મહાખંડન જ છે. (ખ્યાલ રાખવો કે “અવિધિનું ખંડન કરવાનો નિષેધ નથી, પણ વર્તમાનમાં જે અવિધિવાળા છે. એ બધાને યાદ કરી કરીને “એ આવા છે, તેવા છે' એ બધી બાબતોનો અહીં નિષેધ કરેલો છે. એ પણ વર્તમાનના જીવદળોની તેવી પરિણતિ જોઈને...) પાંચ મહાવ્રતોનું વર્ણન વિચારીએ તો આપણને બધાને સ્પષ્ટ લાગશે જ કે સાચી સાધુતા ઘણી-ઘણી-ઘણી અઘરી છે. હવે જો આ હકીકત હોય તો નવી દીક્ષાઓ ઉતાવળે આપવાને બદલે મુમુક્ષુઓને પાકી તાલીમ આપીને જ દીક્ષા આપવી એ અત્યંત હિતાવહ છે. અધ્યાત્મસંસારમાં કહ્યું છે કે अत एव हि सश्राद्धचरणस्पर्शनोत्तरं । दुष्पालचरणाचारग्रहणं विहितं जिनैः સાચી સાધુતા ઘણી કપરી છે, માટે જ સૌપ્રથમ તો મુમુક્ષુઓને સુશ્રાવકના આચારો પળાવવા, છેક શ્રાવકોની અગિયાર પ્રતિમાઓને પણ એ વહન કરી લે.. એ પછી દુષ્કર એવી સાધુતાનો સ્વીકાર કરવો... આવું જિનેશ્વરદેવો કહે છે. શ્રી પંચાશકમાં ભગવાન હરિભદ્રસૂરીશ્વરજીએ પણ આ જ વાત કરી છે કે “કોઈ પણ કાળમાં ચારિત્રનો સ્વીકાર શ્રાવકાચારોમાં વ્યવસ્થિત ઘડતર પામ્યા બાદ સારો... એમાં ય આ કાળમાં તો તાલીમ વિશેષ પ્રમાણમાં આપવી, એ પછી જ દીક્ષા ! હવે જો શાસ્ત્રવચનો આ પ્રમાણે હોય, આપણો મત અનુભવ પણ તેવો હોય તો આપણે ઉતાવળ કરીએ એ વ્યાજબી નથી. દીક્ષા ન આપવાની વાત નથી... પણ તાલીમ વધુ આપવાની જ આ વાત છે. કમસેકમ જે મુમુક્ષુ હોય તે સતત એક પણ ખાડો પાડ્યા વિના છ માસ આપણી સાથે રહે, એને જ દીક્ષા આપવાનો વિચાર કરવો. આ દરમ્યાન મુમુક્ષુને (૧) દસવિધિ ચક્રવાલ સામાચારી (૨) દશવિધશ્રમણધર્મો (૩) અષ્ટપ્રવચન માતા (૪) પાંચ મહાવ્રતોનું તલસ્પર્શી જ્ઞાન આપવું. એ એના જીવનમાં આચરતો થઈ જાય... એ રીતનો પ્રયત્ન કરવો. આ રીતે જ્ઞાન અને ક્રિયા દ્વારા એ તાલીમબદ્ધ બને, પછી જ દીક્ષા આપવી. ૨૯ ૨૯-૦૯-૯---૦૯-૦૯-- - - - - - ૩૩૦ ૨૯-૦૯-ક ૦૯-૦૯---૦૯-૦૯-૯-૧૯૯૦ Page #332 -------------------------------------------------------------------------- ________________ नमोऽस्तु तस्मै तव शासनाय જે ઉતાવળ કરશે, એ જો પાછળથી સ્વભાવમેળ વગેરે નહિ પડે તો આલોકમાં ખૂબ ખૂબ દુ:ખી થશે. ધારો કે સ્વભાવમેળ પડશે તો પણ સંયમજીવન ગમે તેવું જીવશે, શિથિલતાઓને પોષશે... તો દીક્ષા આપનારનો પરલોક બગડશે... ,, એટલે શિષ્યની લાલચમાં ઉતાવળ કરવી એ કોઈપણ હિસાબે યોગ્ય નથી. જેમ દીક્ષામાં ઉતાવળ યોગ્ય નથી, તેમ દીક્ષા માટે કોઈકના ઉછળતા ભાવોને રોકવા, તોડવા એ પણ યોગ્ય નથી. “સંયમજીવન વર્તમાનમાં દુષ્કર છે, એના કરતા તું સાચો શ્રાવક બન... એમાં જ તારું કલ્યાણ થશે...” દીક્ષાની ભાવનાથી આવેલા કે દીક્ષાની ભાવનાથી નજીકમાં જ રહેલા જીવોને આ રીતે શ્રાવકજીવનની મહત્તા દર્શાવવી, એ તો એના ઉછળતાભાવોને તોડવા રૂપ બની ૨હે. જો વર્તમાનમાં સાચી સાધુતા દુષ્કર છે, તો વર્તમાનમાં શું સાચું શ્રાવકપણું સુકર છે ? શ્રાવકોનું સમ્યક્ત્વ પણ ન ટકે અને માર્ગાનુસારિતા પણ ન ટકે એવા અતિ ભયંકર નિમિત્તો એમની ચારે બાજુ પથરાયેલા પડ્યા છે. વિજ્ઞાન, નવા નવા મતો એમના સમ્યકત્વને હણી નાંખે છે, તો ભોગસુખો, વધતી જતી અમાન-સમાન અનુકૂળતાઓ એમની માર્ગાનુસારિતાનો ઘાત કરી દે છે. જેમ સાચી સાધુતા અઘરી છે, એમ સંસારમાં રહીને સાચી શ્રાવકતા, સમ્યક્ત્વ કે માર્ગાનુસારિતા સાચવવી એ પણ એટલી જ અઘરી છે. ઉલ્ટું જો એ જીવ સારા ગ્રુપમાં જોડાશે, તો નિમિત્તોથી દૂર થવાથી, સતત સાચું માર્ગદર્શન મળવાથી માર્ગાનુસારિતા, સમ્યક્ત્વ, દેશવિરતિ અને સર્વવિરતિને પણ પામી શકશે. છેવટે માર્ગાનુસારિતા પામે-ટકાવે એ પણ આ કાળમાં નાનો લાભ નથી. અધ્યાત્મસારમાં કહ્યું છે કે અંશુદ્ધાપિ ત્તિ શુદ્ધાયા: પ્રિયા હેતુ: સવાશયાત્ । અશુદ્ધ ક્રિયા પણ જો એમાં શુભ ભાવ ભળેલો હોય, ક્રિયાનું લેશ પણ બહુમાન એમાં જોડાયેલું હોય, તો એ શુદ્ધ ક્રિયાને લાવી આપે છે. યોગક્વિંશિકાવૃત્તિમાં કહ્યું છે કે ये तु गीतार्थाज्ञानिरपेक्षा विध्यभिमानिनः इदानीन्तनव्यवहारमुत्सृजन्ति, अन्यं च. विशुद्धं व्यवहारं संपादयितुं न शक्नुवन्ति, ते बीजमात्रमप्युच्छिन्दन्तो महादोषभाजो भवन्ति । જેઓ ગીતાર્થોની આજ્ઞામાં નથી, “વિવિધ જ પાળવી જોઈએ, વિધિ વિનાનું અનુષ્ઠાન ખોટું જ છે એ ચલાવી ન લેવાય” એમ વિધિના અભિમાનવાળા છે, અને એટલે જ જેઓ વર્તમાનના અવિધિવાળા અનુષ્ઠાનોને છોડી દે છે, છોડાવી દે છે. એની *** ૩૩૧ * **** Page #333 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો સામે બીજા વિશુદ્ધ અનુષ્ઠાન કરતા નથી, બીજાઓને કરાવી શકતા નથી. તેઓ તો બીજમાત્રનો પણ ઉચ્છેદ કરે છે અને મહાદોષના ભાગીદાર બને છે. આનો સાર એ જ છે કે અત્યારે ચારિત્રાચારોનું પાલન અતિચારો-દોષો-ભૂલો-અવિધિવાળું છે, એ વાત સાચી. પણ “મારે મોક્ષ જોઈએ છે, મારે જીવદયા પાળવી છે, મારે પાપમય જીવન જીવવું નથી...” વગેરે વગેરેમાં એકાદ પણ શુભભાવ જો એમાં ભળેલો હોય તો એ શુભભાવ જીવને ધીરે ધીરે ઉપર લાવવાનું કામ કરે છે. એ બીજ છે, જે ભવિષ્યમાં ફળને ઉત્પન્ન કરશે. પણ હવે જો આપણે એવું સમજવા માંડીએ કે આટલા બધા દોષોથી ભરપૂર ચારિત્ર લેવા કરતા-પાળવા કરતા તો ચારિત્ર જ ન લેવું - છોડી દેવું સારું” તો એ ભયંકર ભૂલ જ ગણાશે. શું આ દોષ ભરપૂર ચારિત્રને છોડીને આપણે નિર્દોષ ચારિત્ર પાળનારા બનવાના છીએ ? બીજાને દોષ ભરપૂર ચારિત્ર છોડાવીને કે ન લેવા દઈને નિર્દોષ ચારિત્ર પાળનારા બનાવી શકવાના છીએ ? તો આ ‘બાવાના બેય બગડ્યા’ ‘અતો ભ્રષ્ટસ્તતો ભ્રષ્ટ:' ન્યાય લાગશે, વધુ સારું મેળવી ન શકાયું અને ઓછું સારું પણ ગુમાવ્યું. એટલે આવી ભૂલ આપણા દ્વારા ન થવી જોઈએ. આપણે તો શક્ય એટલો પ્રયત્ન એ જ કરવો કે ભૂલો-દોષો-અતિચારો ઘટે, પણ ચારિત્ર જ છોડવાની કે ચારિત્ર જ ન લેવાની વાત બરાબર નથી. હા ! આ બધું પણ જેનામાં અલ્પ પણ શુભભાવ હોય એના માટે છે. જે ભા૨ેકર્મી - અભિવ - દીર્ઘસંસારી જીવના લક્ષણવાળા છે, તેવા જીવો માટે તો દીક્ષા છોડવી – દીક્ષા ન લેવી એ યોગ્ય જ છે... “આપણું ચારિત્ર નબળું છે, આત્મપરિણામો એટલા બધા ઉંચા નથી’’ એ બધી વાત સાચી. પણ એનાથી આપણે હતાશ બનીએ કે આવી વાતો દ્વારા બીજાને પણ હતાશ બનાવીએ એ સ્વ-પર અહિતકારી પદ્ધતિ છે. આવા વખતે બધાનો ઉત્સાહ વધે એવી બાબતો વિચારવી જોઈએ. દા.ત. એક વેપારી પોતાની ૧ લાખ રૂપિયાની મૂડીથી ધંધો કરે છે, અને મહિને ૫ હજાર કમાય છે, તો જો એ વેપા૨ી પાસે ૧૦ લાખ રૂપિયાની મૂડી ભેગી થશે, ત્યારે એ મહિને કેટલા કમાશે ? સામાન્યથી કહી શકાય કે ૫૦ હજાર રૂપિયા કમાશે. એક માણસ ૧ કલાકનો સમય આપવામાં આવે, તો ૧૦ પાનાનું લખાણ ટાઈપ કરી શકે છે, તો જો એ માણસને પ કલાકનો સમય આપવામાં આવે, તો સામાન્યથી *૩૩૨ *** ** Page #334 -------------------------------------------------------------------------- ________________ नमोऽस्तु तस्मै तव शासनाय કહી શકાય કે એ ૫૦ પાનાનું લખાણ ટાઈપ કરી શકે છે. હવે આ જ વાત આપણા જીવનમાં વિચારીએ. આપણી પાસે સંઘયણ છે છઠ્ઠુ ! આપણી પાસે કેવલજ્ઞાની વગેરે કોઈ જ અતિશયજ્ઞાની નથી, એકાદ પૂર્વધર પણ હાજર નથી. આપણી પાસે જે ગુરુજનો છે. એ પ્રાચીન મહાપુરુષો જેવા તો પ્રાયઃ નથી જ. આપણને સંયમપાલનને અનુકૂળ ક્ષેત્રો પણ ઓછા-ઘણા ઓછા મળે છે. આપણને ચારે બાજુ એવા એવા કુનિમિત્તો મળે છે કે જેનાથી સંયમજીવન અને એના પરિણામો વધારવાની વાત તો દૂર રહી પણ ટકાવી રાખવા-ઘટવા ન દેવા... એ પણ દુષ્કર છે. આવી તો ઢગલાબંધ આધ્યાત્મિક પ્રતિકૂળતાઓ વચ્ચે આપણે જીવીએ છીએ. હવે આપણે ટકાવારી કાઢીએ. જો આવી પરિસ્થિતિમાં પણ આપણને સંયમ ગમતું હોય, આપણા દોષો બદલ ખરેખર રડવું આવતું હોય, દેવાધિદેવ સામે સ્તુતિ-ચૈત્યવંદન કરતી વખતે આપણું હૈયુ ભીનું ભીનું થતું હોય, કંઈક સારું કરવાની ભાવનાઓ થતી હોય, કંઈક સારું કરીએ તો એનો આનંદ આવતો હોય... આમ ભલે મંદ મંદ પણ સુંદર પરિણામો આત્મામાં જાગ્રત થતા હોય... તો જ્યારે પ્રથમાદિ સંઘયણો મળશે, જ્યારે કેવલજ્ઞાનીઓ કે પૂર્વધરો મળશે, જ્યારે ગૌતમ સ્વામી જેવા મહાન ગુરુજનો મળશે, જ્યારે સંયમપાલનની પુષ્કળ અનુકૂળતાવાળા ક્ષેત્રો ખૂબ મળશે, જ્યારે સંયમપરિણામોને ખૂબ ખૂબ વધારી શકાય એવા જ નિમિત્તો ચારેબાજુ પથરાયેલા મળશે... આવી ઢગલાબંધ આધ્યાત્મિક અનુકૂળતાઓ વચ્ચે જ્યારે આપણે જીવવાનું આવશે, ત્યારે તો આપણા શુભભાવો કેવા વધી ગયા હશે ? ક્ષપકશ્રેણીની કેટલા બધા નજીકમાં આપણે પહોંચી ગયા હશું ? ટુંકમાં સંયમપરિણામો માટેની ચિક્કાર પ્રતિકૂળતાઓ વચ્ચે પણ જો આપણે થોડો ઘણો શુભભાવ ટકાવી શક્યા છીએ, તો સંયમપરિણામો માટેની ચિક્કાર અનુકૂળતાઓ વચ્ચે આપણે કેટલા બધા ઉંચી કોટિના શુભભાવને પામશું ? વર્તમાનકાળના સામાન્યગુરુ પ્રત્યે પણ જો આપણે થોડો-ઘણો સમર્પણભાવ કેળવી લીધો છે, તો જ્યારે કેવલી કે ચૌદપૂર્વધર જેવા મહાન ગુરુ મળશે, ત્યારે ૩૩૩ ** *** Page #335 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતો આપણો સમર્પણભાવ આસમાનને જ આંબશે ને ? છેલ્લા સંઘયણમાં પણ આપણે રોજ એકાસણા, ૧૦૦-૨૦૦ વર્ધમાનતપની ઓળીઓ, માસક્ષપણાદિ તપશ્ચર્યાઓ આચરી શક્યા છીએ, તો પ્રથમ સંઘયણમાં તો આપણે કેવો ઘોરાતિઘોર તપ કરશું... બુદ્ધિ અલ્પ હોવા છતાં પણ આપણે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરી શક્યા છીએ, તો જ્યારે બુદ્ધિ તેજ મળશે ત્યારે અને ચૌદપૂર્વી જેવા ભણાવનારા વિદ્યાગુરુ મળશે, ત્યારે આપણે કેટલો બધો જ્ઞાનાભ્યાસ પામી શકીશું ? આ બધો વિચાર આપણે કરીને અત્યારે ઘણી ઓછી અનુકૂળતામાં પણ ઘણી વધારે શુભપરિણતિ સાધવાનો સખત પુરૂષાર્થ કરવો જોઈએ. એ પુરૂષાર્થ ખરેખર એવો કામ આવશે કે જે વખતે સંયમ માટેની ઘણી અનુકૂળતાઓ મળશે, તે વખતે કેલવજ્ઞાનની પ્રાપ્તિ સાવ જ સહેલાઈથી થઈ જશે. કાંટા-કાંકરાવાળા રસ્તે પણ જે કલાકના ચાર કિ.મી. ચાલી જવાની ટેવ પાડી દે, તેને જ્યારે એકપણ કાંટા-કાંકરા વિનાનો ખુલ્લો હાઈ-વે રોડ મળે, ત્યારે એ કલાકના છ કિ.મી. તો સહેલાઈથી ચાલી જ શકે ને ? બસ, આ ઉત્સાહવર્ધક વિચારો સ્વયં કરવા, બીજાને પણ એની જ પ્રેરણા કરવી. એક વાત સમજી રાખો કે આપણે અત્યારના સાધુજીવનથી પણ સાચી સાધુતા પામી શકીએ છીએ જ. છતાં એ ન પામીએ તોય એનો પ્રયત્ન કરતા કરતા દેશિવરતિપરિણામ, સમ્યકત્વ કે છેવટે માર્ગાનુસારીપણાને પણ જો આપણે આત્મસાત્ કરી લઈએ, તો આપણી બધી મહેનત સફળ જ ગણવી. એમાં લેશ પણ શંકા ન કરવી. બસ, અંતે આ જ વાત કરવી છે કે મારામાં અને હજારો સંયમીઓમાં પાંચ મહાવ્રતોની સાચી સમજણ, સાચી પરિણતિ પ્રગટે એવા માત્ર ને માત્ર એક જ લક્ષ્યથી આ બધી મહેનત કરી છે. બીજાઓને લાભ થશે કે નહિ, એ તો મને ખબર નથી, પણ મને તો ચોક્કસ મારા પવિત્ર ભાવોને લીધે લાભ થશે જ. ઓ ત્રિલોક ગુરુ દેવાધિદેવ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા ! મારી આ એક નમ્ર અરજ આપ સ્વીકારશો જ. મેં જે કંઈ લખ્યું છે, એ મારી બુદ્ધિમાં છે... એ મારા આત્મામાં પ્રવેશે એવું કરી આપો. મારે માત્ર લેખક નહિ, પણ સંવેદક બનવું છે... મારી એ ઈચ્છા પૂરી કરો. ** ૩૩૪ **** XXX Page #336 -------------------------------------------------------------------------- ________________ નીલ----------------- નમોડસ્તુ તબૈ તવ શાસના -------------- મારે માત્ર શબ્દોની મધુરતામાં મસ્ત નથી બનવું, પણ શુભ ભાવોની મધુરતામાં તરબોળ બનવું છે. મને જે કંઈ આવડ્યું છે, એ તારી કૃપાનો અને તારી કૃપાના બળથી જ પ્રાપ્ત થયેલ અવ્વલકોટિના તરણતારણહાર પૂજ્યપાદ ગુરુદેવશ્રીની હાર્દિક કૃપાનો જ પ્રતાપ છે. મારી જે કંઈ ભૂલ થઈ હશે, એમાં મારું અજ્ઞાન, મારો અહંકાર, મારી યશલાલચ જ કારણભૂત હશે... એમ મને ચોક્કસ લાગે છે. એમાં પ્રભુ ! તારો કે મારા તાતપાદ પૂ. ગુરુદેવશ્રીની અનહદ કૃપાનો લગીરે દોષ નથી જ. છેલ્લે તારા શાસનને નમસ્કાર કરવા રૂપ અંતિમ મંગલ કરીને વિરમું છું. यदीयसम्यकत्वबलात्प्रतीमो, भवादृशानां परमस्वभावम् । कुवासनापाशविनाशनाय नमोऽस्तु तस्मै तव शासनाय ॥ Page #337 -------------------------------------------------------------------------- ________________ જા જા જ ૯૯ ટકા જ છે જે જે મહાવતો કે જે જે સવાધ્યાયોપયોગી પુસ્તકો સાધન ગ્રન્થો કલ્યાણ મંદિર શ્લોક, અર્થ, સમાસ, અન્વય, ભાવાર્થ સહિત. રઘુવંશ (૧-૨ સર્ગ) . શ્લોક, અર્થ, સમાસ, અન્વય, ભાવાર્થ સહિત. કીરાતાજુંનીય (૧-૨ સર્ગ) શ્લોક, અર્થ, સમાસ, અન્વય, ભાવાર્થ સહિત. શિશુપાલવધ (૧-૨ સર્ગ) શ્લોક, અર્થ, સમાસ, અન્વય, ભાવાર્થ સહિત. નૈષધીયચરિતમ્ (૧-૨ સર્ગ) શ્લોક, અર્થ, સમાસ, અન્વય, ભાવાર્થ સહિત. ન્યાય સિદ્ધાંત મુક્તાવલિ (ભાગ ૧-૨) ગુજરાતી વિવેચન સહિત. વ્યાતિપંચક. ચન્દ્રશેખરીયાવૃત્તિ સહિત સિદ્ધાનું લક્ષણ (ભાગ ૧-૨).. ચન્દ્રશેખરીયાવૃત્તિ સહિત (આગમ ગ્રન્થો ઓઘનિર્યુક્તિ (ભાગ ૧-૨) દ્રોણાચાર્ય વૃત્તિ + ગુજરાતી ભાષાંતર (પ્રતાકાર) ઓ.નિ. સારોદ્ધાર (ભાગ ૧-૨) વિશિષ્ટ પંક્તિઓ ઉપર વિવેચન (પ્રતાકારે) દશવૈકાલિક સૂત્ર (ભાગ ૧ થી ૪) હારિભદ્રીવૃત્તિ + ગુજરાતી ભાષાંતર 'સંયમ-અધ્યાત્મ-પરિકૃતિપોષક ગ્રન્થો સામાચારી પ્રકરણ (ભાગ ૧-૨) ચન્દ્રશેખરીયાવૃત્તિ ગુજરાતી ભાષાંતર સહિત (દસવિધ સામાચારી) ચોગવિંશિકા ચન્દ્રશેખરીયા વૃત્તિ સહિત મુમુક્ષુઓને-નૂતન દીક્ષિતોને-સંયમીઓને અત્યંત ઉપયોગી પુસ્તકો • મુનિજીવનની બાળપોથી (ભાગ ૧-૨-૩) . સંવિગ્ન સંયમીઓની નિયમાવલી • હવે તો માત્ર ને માત્ર સર્વવિરતિ. ગુરૂમાતા - વંદના - શરણાગતિ - મહાપંથના અજવાળા | '' આ નવેક પુસ્તકો ને પ્રત્યેક વિરાટ જાગે છે ત્યારે ત્રિભુવનપ્રકાશ મહાવીર દેવ ? [ આત્માર્થીએ અવશ્ય વાંચવા જેવા છે. મહાભિનિષ્ક્રમણ, ઉંડા અંધારેથી, વિરાગની મસ્તી • ધન તે મુનિવરા રે...(દસવિધ શ્રમણધર્મ પર ૧૦૮ કડી + વિસ્તૃત વિવેચન છે વિશ્વની આધ્યાત્મિક અજાયબી (ભાગ ૧-૨)...૩૦૦ આસપાસ શ્રેષ્ઠ પ્રસંગો) અષ્ટપ્રવચન માતા...(આઠ માતા ઉપર વિસ્તૃત વિવેચન) • આત્મકથાઓ • મહાવ્રતો...(પાંચ મહાવ્રતો ઉપર વિસ્તૃત વિવેચન) • વિશ્વની આધ્યાત્મિક અજાયબી ભાગ ૩-૪ - આત્મસંપ્રેક્ષણ...આત્માના દોષો કેવી રીતે જોવા ? પકડવા ? એનું વિરાટ વર્ણન • મુમુક્ષુઓને માર્ગદર્શન...દીક્ષા લેવામાં નડરતભૂત બનતા અનેક પ્રશ્નોનું સમાધાન. - ૩પ૦ ગાથાનું સ્તવન (ભાગ-૧-૨-૩)...પાંચ ઢાળ ઉપર વિસ્તૃત વિવેચન સહિત • મહાવ્રત · સિદ્ધાન્ત રહૃશ્ય વિવું સુપાત્રદાન વિવેક શ્રી ઉતરાધ્યયન સૂત્રમ વિરતિદૂત માસિક ૧ થી ૧૨૦ અંકનો આખો સેટ જેને પણ જોઇએ, તે મેળવી શકે છે... Page #338 -------------------------------------------------------------------------- ________________ મોસ્તુ તઐ જિનકાસના મહાવ્રતો સંસાર છે એક વિરાટ નગર ! ત્યાં સામ્રાજ્ય પ્રવર્તે છે મોહરાજનું! કિલ્લા પર ફરકે છે મોહરાજનું સામ્રાજ્ય સૂચવતી અવિરતિ નામની ધજા ! પણ યુદ્ધનો પ્રારંભ કર્યો મુમુક્ષુઓ! એ ખુબ લડ્યો... પોતાના મત સાથે, સ્વજનો સાથે, દોષો સાથે ! દેવ-ગુરુની પ્રચંડ કૃપાનું બળ પ્રાપ્ત થયું એના અંતે અવિરતિની ધજા ફેંકી દીધી એણે નીચે: ગગનમાં લહેરાવી મહાવ્રતો નામની ધજા!. એ સૂચવે છે કે હવે સામ્રાજ્ય પ્રવર્તે છે ધર્મરાજતું આ યુદ્ધ કેવી રીતે લડવું? શી રીતે વિજય મેળવવો? વિજય મેળવ્યા બાદ મહાવ્રતોની ધજાને શી રીતે ટકાવી રાખવી?... એ બધું જ સૂક્ષ્મ રીતે જાણવું હોય તો હાથમાં લો આ પુસ્તક!