Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વિકાસનાં વીસ સોપાન
૫. પૂ. આ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમામિ વીર ગિરિસારધીરમ્
જીવન વિકાસનાં વીસ સોપાન
: પ્રવચનકાર :
શાસન પ્રભાવક, મધુરવક્તા આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.
: પ્રકાશક : શ્રી અરુણોદય ફાઉન્ડેશન કોબા - ૩૮૨૦૦૯ (જિ. ગાંધીનગર)
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પુસ્તક
પ્રવચનકાર
www.kobatirth.org
: જીવન વિકાસનાં વીસ સોપાન
આચાર્ય શ્રીમત્ પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.
અનુવાદક : સુનંદાબહેન વોહોરા
-
૫, મહાવીર સોસાયટી, એલિસબ્રીજ, ૩૮૦ ૦૦૭ (ગુજરાત)
અમદાવાદ
સંસ્કરણ : હિંદી-બે આવૃત્તિ - ગુજરાતી પ્રથમ આવૃત્તિ
વિક્રમ સંવત : ૨૦૪૯ અક્ષયતૃતિયા
નકલ
: ૧૫૦૦
મૂલ્ય
: રૂ. ૨૦/
મુદ્રક : દુન્દુભિ પ્રિન્ટર્સ, અમદાવાદ
© સર્વહક્ક પ્રકાશકાધીન
પ્રાપ્તિસ્થાન
શ્રી અરુશોદય ફાઉન્ડેશન કોબા - ૩૮૨ ૦૦૯ જિ. ગાંધીનગર – ગુજરાત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
C. J. Shah 'Anandghan' 113, Manekbag Society, Ambawadi, Ahmedabad-15
સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ,
અમદાવાદ
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમર્પણ પત્ર
મિથ્યાત્વને કારણે ભયારણ્યમાં ભટકતા ભવભીરુ ભવ્યાત્માઓને
ભેટ કે જેમનું મન મયૂરરૂપી પંખી
મોક્ષમાર્ગે ઊડવા તત્પર છે. – પાસાગરે
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રસંગોચિત્
મોહનો ક્ષય તે કેવળજ્ઞાનનું કારણ છે. અર્થાત્ કેવળજ્ઞાન અને મોહનો ક્ષય તે મોક્ષનું બીજ છે. મોહ – ક્ષય બંનેના પ્રથમ અક્ષરના સંબંધથી મોક્ષ બને છે.
મોક્ષ એવી અવસ્થા છે કે જ્યાં પહોંચીને સર્વ આત્માઓ સમાન થઈ જાય છે. તેમાં કોઈ ભેદભાવ, કોઈ પ્રકારની તરતમતા કે વિષમતા હોતી નથી. ત્યાં ગુરુ શિષ્યનો પણ સંબંધ હોતો નથી. કોઈ વંદન વિવેકની પણ આવશ્યકતા નથી. ત્યાં નાના મોટાનો કોઈ ભેદ નથી કે સ્વામી સેવકનો વ્યવહાર નથી. સર્વ, સર્વજ્ઞ અને સર્વદર્શી હોય છે. મોક્ષની અવસ્થામાં કોઈ દુઃખી નથી. ત્યાં જન્મ, જરા, મૃત્યુ કે રોગ- શોકનો ઉપદ્રવ નથી.
તેં ઠાણ સાસયં વાસં જે સંપત્તા ન સોયન્તિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તરાધ્યયન ૨૩/૮૪
તે સ્થાન શાશ્વત નિવાસવાળું છે, તેને પ્રાપ્ત કરનારને કોઈ શોગ નથી. સંસારમાં પ્રાણી માત્ર દુઃખી છે અને તેથી તે સુખ ઇચ્છે છે. પ્રાપ્તવ્ય સુખ બે પ્રકારનાં છે. ક્ષણિક અને શાશ્વત. વિષય ભોગોનું સુખ ક્ષણિક હોય છે અને મોક્ષનું સુખ શાશ્વત હોય છે.
અવિચ્છિન્ન સુખં યત્ર સ મોક્ષઃ પરિપથને
જ્યાં નિરંતર સુખનો અનુભવ થાય છે તેને મોક્ષ કહે છે. વિવેકો મુક્તિ સાધનમ્ વિવેક જ મુક્તિનું સાધન છે.
જાગૃતવિવેકથી સાચો ખ્યાલ આવે છે કે આત્માને મોક્ષની યાત્રા કેવી દૂર થઈ પડી છે.
નાŻસણિસ્સ નાણું નાણેણ વિણા ન હોતિ ચરણગુણા અગુણિસ્સ નદ્ઘિ મોખ્ખો, નત્ચિ અમોક્ખસ્સુ નિવ્વાણું
જેમાં સમ્યક્ત્વ-દર્શન નથી તેને જ્ઞાન કહેવામાં આવતું નથી. જ્ઞાન વગર સમ્યગ્ આચરણના ગુણ પ્રગટ થતા નથી અને તે ગુણો વગર વિષય-કષાયથી મુક્તિ મળતી નથી અને મુક્તિ વિના નિર્વાણ નથી, મોક્ષ નથી.
આ પુસ્તકમાં અચૌર્ય, અનાસક્તિ આદિ ઓગણીસ શીર્ષકોમાં જીવન વિકાલનો પરિચય આપ્યો છે અને અંતિમ પ્રવચનમાં મોક્ષનું વિવેચન કર્યું છે. તો ચાલો જીવન વિકાસનાં વીસ સોપાન ચઢીએ.
For Private And Personal Use Only
આપનો સહ્યાત્રી પદ્મસાગર
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકીય
જૈન શાસનની સેવા, રક્ષા અને પ્રભાવના કરવામાં જેમણે વિશિષ્ટ અમૂલ્ય યોગદાન આપ્યું છે અને જેમણે પોતાનાં ચિંતન, મનન અને ઊંડા અધ્યયન દ્વારા એક નવી આભા ઊભી કરી છે, એવા સુપ્રસિદ્ધ પ્રવચનકાર સદ્ગુરુવર્ય આચાર્યશ્રી પધસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબનું જીવન વિકાસનાં વિસ સોપાન” પુસ્તક ગુજરાતી ભાષામાં રજૂ કરતાં અમે આનંદ અને સંતોષની લાગણી અનુભવીએ છીએ.
અરુણોદય ફાઉન્ડેશને આચાર્યશ્રીનાં પ્રવચનોના સંગ્રહોને હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને બીજી ભાષાઓમાં રજૂ કરીને સમાજના બહોળા વર્ગને આ જ્ઞાનસરિતાનો લાભ મળે તેવા પ્રયાસો શરૂ કર્યા છે. આ અગાઉ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં આચાર્યશ્રીનાં અનેક પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે અને જિજ્ઞાસુ લોકોમાં તેની સારી એવી માંગ રહી છે. આ પ્રવચનમાળાનો એક વધુ મણકો આપની સમક્ષ મૂકતાં અમે ધન્યતા અનુભવીએ છીએ.
આ પુસ્તકનું સંપાદન કરીને તેને સરળ અને સુંદર ભાષામાં મૂકવાની જહેમત ઉઠાવનાર સુનંદાબહેન વોહરાના અમે આભારી છીએ.
આ પુસ્તકનું સરસ મુદ્રણકાર્ય કરી આપવા બદલ દેવરાજ ગ્રાફિક્સ'ના પાર્ટનરો શ્રી જયેશભાઈ – અશ્વિનભાઈના આભારી છીએ.
અંતમાં પૂ. આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબે તેમનાં પ્રવચનોને પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવા અમને આપેલી અનુમતિ માટે અમે તેમના અંતઃકરણપૂર્વકના ઋણી છીએ.
શ્રી અરુણોદય ફાઉન્ડેશન
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭. આચરણ
૮.
૯.
૧૦.
૧૧.
૧૨.
૧૩. ત્યાગ
૧૪.
૧૫.
૧૬.
૧૭.
૧૮.
૧૯.
૨૦.
વિષય
અચૌર્ય
અનાસક્તિ
અનેકાંત
અભિમાન (ત્યાગ)
અક્રોધ
અહિંસા
ઈર્ષ્યા (પરિહાર)
ઉદારતા
કર્તવ્ય
વીસ સોપાન
ગુરુ મહિમા
છળ (ત્યાગ)
દાન
ધર્મ
નિર્ભયતા
પરોપકાર
www.kobatirth.org
મનઃ સંયમ
વિવેક
મોક્ષમાર્ગ
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાન નં.
૧
८
૧૫
છ છ છ
૪૫
૫૧
૫૮
૬૪
૭૧
૭૯
૮૫
૯૨
૯૯
૧૦૬
૧૧૨
૧૧૯
૧૨૬
૧૩૫
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જીવન વિકાસનાં વીસ સોપાન
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અચૌર્ય
પ્રામાણિક સજ્જનો
સાચું સુખ અધ્યાત્મ યોગથી પ્રાપ્ત થાય છે. તેની પ્રારંભની પાત્રતા માર્ગાનુસારિતા છે. તેનું પ્રથમ ચરણ ન્યાયોપાર્જન ધન છે. ધર્મનો પ્રારંભ પ્રામાણિક જીવનથી થાય છે.
આખરે મનુષ્ય અપ્રામાણિક કેમ બને છે ? કેવળ ધનનું મમત્વ માનવને અવળે માર્ગે દોરે છે. પણ તે જાણતો નથી કે અનીતિથી મળેલું ધન અલ્પકાલીન હોય છે. હિંદીમાં કહેવત છે કે :
चोरी का धन मोरीमें સંસ્કૃતમાં કહ્યું છે કે
अन्यायोपार्जितं वित्तम् दश वर्षाणि तिष्ठति,
प्राप्तेतु अकादशे वर्षे, समूलं ही विनश्यति. અર્થાત્ અન્યાયથી ઉપાર્જન કરેલું ધન દસ વર્ષ સુધી રહે છે. અગિયારમે વર્ષે તે મેળવેલું બધું મૂળસહિત જ ચાલ્યું જાય છે, નાશ પામે છે.
મધમાખી પુષ્પ-પરાગના રસને અંશે અંશ મેળવીને મધપૂડો બનાવે છે પણ તે મધ તો કોઈ અન્યને ફાળે જાય છે.
અનીતિથી એકઠું કરેલું ધન કોઈવાર લુટાઈ જાય છે. સ્વામી સત્ય ભક્ત કહ્યું છે કે :
ચોરી કરવાવાળો ચોર પણ પોતાના ઘરમાં થયેલી ચોરીને સહન કરી શકતો નથી. તેથી પુરવાર થાય છે કે ચોરી તે દુષ્ટ કાર્ય છે. છતાં નિર્ધનતા દૂર કરવા તે કુમાર્ગે જાય છે. વાસ્તવમાં શ્રમ દ્વારા નિર્ધનતા દૂર થઈ શકે છે. પરંતુ આળસ અને દુવૃત્તિ તેને રોકે છે. અને તેનું મૂળ કારણ અજ્ઞાન છે. ખરેખર તો ચોરીની મા નિર્ધનતા છે, અને ચોરીનો બાપ અજ્ઞાન છે.
अकस्यैकलक्षणं दुःखम् मार्यमाणस्य जायते सपुत्र पौत्रस्य पुनर्यावज्जीवं हृते धने.
- યોગશાસ્ત્રમ્ કોઈથી મૃત્યુ પામતો જીવ એકલો ક્ષણભર દુઃખ અનુભવે છે પણ જેનું ધન ચોરાઈ જાય છે તે તથા તેનાં પુત્ર પુત્રાદિ પરિવાર જીવનભર દુઃખ ભોગવે છે.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વિકાસનાં વીસ સોપાન આ કારણથી હિંસા કરતાં પણ ચોરીનું પાપ વિશેષ છે. ભીખ માંગીને પેટ ભરવું સારું પણ ચોરીનો ત્યાગ કરવો. અનાવશ્યક વસ્તુઓનો સંગ્રહ તે પણ ચોરી છે.
यावद् प्रियते जठरम् तावत्स्वत्वं देहिनाम्
अधिकोयोऽभिमन्येत स स्तेनो दंडमर्हति પેટ ભરવા માટે જેવી ધનની જરૂરિયાત છે તેમ તેના પર પ્રત્યેકનો અધિકાર છે તેથી જે અધિકતર ધનનો સંગ્રહ કરી તેના પર પોતનો અધિકાર માને છે તે પણ દંડને પાત્ર- ચોર છે. અતિ પરિગ્રહનો સમાવેશ ચોરીમાં થાય છે.
अतुट्ठिदोसेण दुही परस्स लोभाविले आययइ अवत्तम्.
- ઉત્તરાધ્યયન સૂત્ર અસંતોષના દોષવશ વ્યક્તિ લોભથી કલુષિત થઈ અન્યનું ધન ચોરે છે.
અદત્તાદાન ચોરીને માટેનો પારિભાષિક શબ્દ છે અદત્ત કોઈની રજા સિવાય કોઈ વસ્તુ ગ્રહણ કરવી તે અદત્તાદાન છે. વેદ કહે છે :
__मा गृधः कस्यश्चित् धनम् કોઈના ધન પર લલચાવું નહિ. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રમાં અંતિમ આદેશ આપ્યો છે.
નાયએજ્જ તળા મવિ-સ્વામીની આજ્ઞા વગર એક તૃણ પણ ગ્રહણ કરવું નહિ.
આ પ્રમાણે સર્વત્ર ચોરીનો નિષેધ કરવામાં આવ્યો છે. ચોરીના પાંચ પ્રકાર
૧. કોઈના ઘરનાં મકાનની દીવાલ તોડીને ચોરી કરવી. ૨. અનાજ આદિની બાંધેલી પોટલીમાંથી માલ કાઢી લેવો. ૩. નકલી ચાવી બનાવીને તાળું તોડવું કે ખોલવું.
માર્ગમાં પડેલી કોઈની ચીજ ઉઠાવી લેવી. ૫. હથિયારનો ભય બતાવી માલિકની હાજરીમાં જ તેનું ધન પડાવી
લેવું.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અચૌર્ય
આ ઉપરાંત માપ તોલનાં ખોટાં સાધનો રાખવાં કોઈનો માલ લેવામાં મોટું તોલ રાખવું. આપવામાં હીન માપ રાખી ગ્રાહકને છેતરવા. આ પ્રકારે કપડાં, ઘી, તેલનાં તોલમાં આવો પ્રપંચ કરવો તે ચોરી છે. આવાં માપતોલથી કદાચ પૂર્વ પુણ્યના બળે કોઈવાર ધન પ્રાપ્તિ થઈ જાય, પરંતુ
જ્યારે તે વાત જાહેર થઈ જાય ત્યારે ધંધો તદ્દન બંધ પડી જશે. પછી ભલે તું અસલ સાધનો રાખે પણ એકવાર વિશ્વાસ ઊઠી ગયા પછી તારી દુકાનનું પગથિયું કોઈ ચડશે નહિ અને આબરૂ જશે. તોલમાપની અવ્યવસ્થા વ્યવહારને દૂષિત કરે છે અને પરભવમાં તે કર્મનાં ફળ ભોગવવા પડે છે. તે ભૂલી ન જતો.
જૈન શાસ્ત્રકારોએ ચોરીના ચાર પ્રકાર કહ્યા છે. ૧. સ્વામી અદત્ત - કોઈ સ્વામીના આપ્યા વગર લેવું ૨. જીવ અદત્ત - કોઈ ફળ ફૂલ પાંદડાં તોડવાં તે જીવઅદત્ત.
ફળાદિ સજીવ છે તેમને મૃત્યુ ઇચ્છનીય નથી. છતાં. તેમને
ગ્રહણ કરવાં તે જીવ અદત્ત છે. ૩. જિન અદત્ત - જિનાજ્ઞા વિરુદ્ધ મુનિ અશુદ્ધ આહાર ગ્રહણ કરે,
તે ગૃહસ્થ આપેલો હોવા છતાં આજ્ઞા વિરુદ્ધ હોવાથી જિન
અદત્ત છે. ૪. ગુરુ અદત્ત - ગૃહસ્થ દ્વારા નિર્દોષ આહાર ગ્રહણ કર્યો હોય તો
પણ તે ગુરુ આજ્ઞા રહિત હોય તો તે ગુરુ અદત્ત છે. આ ચારે પ્રકારો ધર્મવિરુદ્ધ છે. કોઈ પણ પ્રકારની ચોરી આર્યોનું કર્તવ્ય નથી તે અનાર્યોનું લક્ષણ છે. તેનાથી લોકપ્રિયતા નાશ પામે છે. અપયશ આર્યજનોને મૃત્યુ કરતાં પણ દુ:ખદાયી છે. માટે સ્ત્રી પુરુષ સૌએ અચૌર્યવ્રત ગ્રહણ કરવું.
જેમ સજ્જન નશાથી દૂર રહે છે તેમ સમ્પરુષ કોઈપણ પ્રકારની ચોરીથી દૂર રહે છે.
દષ્ટાંત ૧.- એક સ્ત્રીને બાળપણથી ચોરી કરવાની ટેવ પડી ગઈ હતી. તે જ્યાં જતી ત્યાં કંઈને કંઈ વસ્તુ ચોરી લેવાની તેને તીવ્ર વૃત્તિ ઊઠતી હતી. તેને તે ચીજની આવશ્યક્તા હતી તેવું ન હતું. છતાં તે ચોરી કર્યા કરતી. તેને એક પુત્ર હતો. તેને પોતાની માની આ ટેવ પસંદ ન હતી તેથી તે ઘણો દુઃખી થતો, પરંતુ લાચાર હતો.
એકવાર કોઈ વિવાહ પ્રસંગનું આમંત્રણ આવવાથી તે પોતાની માં ને લઈને સાસરે ગયો. રસ્તામાં તેણે માને સમજાવી કે તે મર્યાદામાં રહે, ત્યાં
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વિકાસનાં વીસ સોપાન કોઈ વસ્તુ લેવાનો પ્રયત્ન ન કરે, કારણ કે તેથી અન્ય મહેમાનોની વચમાં બે આબરૂ થવાશે.
મા કહે અરે ! તું શું વાત કરે છે. હું કંઈ મૂર્ખ છું કે ઘરની આબરૂને ધૂળભેગી કરું ? તું તદ્દન નિશ્ચિત રહેજે. આમ વિચારી તેઓ ખૂબ ઉત્સાહપૂર્વક વિવાહોત્સવમાં પહોંચી ગયાં. જ્યારે ઉત્સવ પૂર્ણ થયો ત્યારે સગાં સ્નેહઓ સૌ વિદાય થવા લાગ્યાં, ત્યારે સૌની નજર ચૂકવી તેણે બે ચાર કપડાં ચોરી લીધાં. પુત્ર મા પર ધ્યાન રાખતો હતો તેણે માને ચોરી કરતાં જોઈ, અને તરત જ બોલી ઊઠ્યો.
મા ! તું આ શું કરે છે?
મા - બેટા હું કંઈ ચોરી કરતી નથી. પણ મારી ટેવને થોડો ખોરાક આપી રહી છું.
આ વાત અન્ય વ્યક્તિઓના ખ્યાલમાં આવી. પુત્ર બિચારો માને લઈને તરત જ ત્યાંથી વિદાય થયો. એકવાર જે કોઈપણ કુટેવને વશ થાય છે તેનાથી છૂટવું મુશ્કેલ થાય છે. કુટેવથી બચવા સારી સોબત, સારું વાંચન અને સર્બોધ શ્રેષ્ઠ સાધન છે.
“પડી ટેવ તે ટળે કેમ ટાળી?
વિચારીને તું ઉચ્ચાર વાણી.” ૨. પ્રાચીન કાળમાં કોઈ સમય એવો હતો ચોરીની ભયંકર સજા થતી, જે હાથો વડે ચોરી થાય તે હાથો કાપી નાંખવામાં આવતા.
એક નગરમાં બે સહોદરભાઈઓએ સંસારનો ત્યાગ કરી સંન્યાસ લીધો તેમનાં નામ શંખ અને લિખિત હતાં રાજાએ આ સંન્યાસીઓને તેમના નિર્વાહ માટે એક બગીચાના બે સરખા ભાગ કરી વહેંચી આપ્યા.
એકવાર નાનો ભાઈ લિખિત બગીચામાં ફરતો ફરતો શંખ સન્યાસીના ભાગમાં જઈ ચઢ્યો વળી સુધા પ્રેરિત તેણે એક વૃક્ષ પરથી ફળ તોડી વગર રજાએ ખાઈ લીધું. યુધાના શમન પછી તેને યાદ આવ્યું કે અરે ! મેં તો ચોરી કરી. તે તરત જ શંખ સંન્યાસી પાસે ગયો, અને પોતે ફળની ચોરી કરી હતી તે વાત કહી દીધી. શંખતો ઉદારચિત્ત હતો, તેણે તરત જ તેને ક્ષમા આપી.
પરંતુ લિખિતને કંઈ એથી સંતોષ ન થયો. તે સંન્યાસી અને ધર્મોપદેશક હતા. તેમનું મન ક્ષમાથી શાંત ન થયું. તેમને પોતાની અજાગૃતિના દોષ વિશે ઘણો ખેદ થયો. જે પોતે ધર્મ ઉપદેશ કરે તે જો
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અચૌર્ય
નીતિનિયમનું પાલન ન કરે તો સમાજ પર તેમનો કોઈ પ્રિતીભાવ કે પ્રભાવ ન પડે.
उवओसा दिज्जन्ति, हत्ये नच्चा विउण अन्ने सि,
जं अप्पणा न कीरई, किमेस विक्काणुओ धम्मो ? હાથ નચાવીને અન્યને ઉપદેશ આપે પણ જો તેનું પાલન ન કરે તો તે ધર્મ બજારની વેચવાની વસ્તુ છે.
ઉપદેશ આપીને સમાજ દ્વારા નિર્વાહ કરીને અને સત્કાર પ્રાપ્ત કરીને આચરણવિહીન ઉપદેશક ધર્મને બજારુ ચીજ માને છે. લિખિતમુનિ સાચા ઉપદેશક હતા. તે રાજદરબારમાં રાજા પાસે ગયા.
રાજા અને રાજસભાના સૌ તેમનાથી પરિચિત હતા કે આ તો શંખમુનિના નાના ભાઈ છે રાજદરબારમાં પોતાનો અપરાધ માન્ય નહિ થાય તેમ સમજીને તેમણે રાજાને પૂછયું કે :
હે રાજન ! જો કોઈ યોગી સ્વામીની અનુમતિ લીધા વગર બગીચામાં ઘૂસીને ફળ તોડીને ખાય તો તેને કેવી સજા થાય?
મુનિની વાતનો મર્મ કોઈ કેવી રીતે પકડી શકે ? કે આ પ્રશ્ન સ્વયં તેમના જ માટે હશે, તેથી ન્યાયાધીશે રાજનીતિ પ્રમાણે રાજાના સંકેત અનુસાર પ્રત્યુત્તર આપ્યો કે ચોરી કરનારના હાથ કાપી નાખવા પડે.
ન્યાયાધીશના મુખે નીકળેલી ન્યાયની વાતનો સ્વીકાર કરી લિખિતમુનિ તરત જ જલ્લાદ પાસે પહોંચી ગયા અને તેના હાથમાંથી તલવાર લઈ સ્વયં પોતાના જ હાથે ચોરી કરનાર હાથનો ઘાત કરી નાખ્યો; અને પછી પોતે શંખમુનિના બગીચામાંથી ફળની ચોરી કરી હતી તે વાતને જાહેર કરી, અને પોતે સ્વયં સજા સ્વીકારી લીધી. આ ઘટનાથી તેમની સત્યપરાયણતાનો સમાજ પર અધિક પ્રભાવ પડ્યો. અને પ્રજાએ પણ ચોરીના વિચારનો ત્યાગ કર્યો.
૩. પંડિત બનારસીદાસના જીવનનો એક પ્રસંગ છે. એક રાત્રિએ તેમના ઘરમાં એક સાથે નવ ચોર ઘૂસી ગયા. તે સમયે ઘરમાં કાળામરીનો મોટો ઢગલો પડ્યો હતો. તે ચોરોએ એ ઢગલામાંથી પોતાનાં વસ્ત્રોથી મોટી ગાંસડીઓ બાંધી લીધી અને એક બીજાને માથે ચઢાવવા માંડી, પણ છેલ્લાને માથે ગાંસડી કોણ ચઢાવે ? અચાનક પંડિતજી જાગી ગયા. કંઈ સંચાર સાંભળી તેઓ ઊઠીને ચોરોની નજીક આવ્યા, અને પરિસ્થિતિ પામી ગયાં. નવમા ચોરને ગાંસડી ઉપાડવામાં તેમણે સ્વયં સહાય કરી. ચોરો તો ભાગવાની ઉતાવળમાં હતા, તેથી ગાંસડીઓ ઊંચકી વિદાય થયા પરંતુ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વિકાસનાં વીસ સોપાન તેઓ માર્ગમાં વિચાર કરવા લાગ્યા કે નવમા ચોરને માથે ગાંસડી મૂકનાર કોણ હશે ? તેની તપાસ કરવા તેઓ પંડિતજીના ઘરમાં પાછા આવ્યા ઘરના આંગણે તેમણે પંડિતજીને તે હકીકત વિશે પૂછ્યું.
પંડિતજી -ભાઈઓ ! જ્યારે હું ઢગલા પાસે આવ્યો ત્યારે મેં આ માણસને ખેદ-ખિન્ન જોયો. આથી મને તેના પ્રત્યે દયા આવવાથી ગાંસડી ચઢાવી આપી.
એક તો માલની ચોરી અને ચોર પર દયા ! કેવું આશ્ચર્ય ? દયાનો આવો વ્યવહાર જોઈને બધા ચોરોના ભાવ બદલાઈ ગયા. તેઓએ ગાંસડીઓ ત્યાં જ ખાલી કરી દીધી અને પંડિતજી પાસે પુનઃ ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી. એક ધર્મીના સભાવની ઉત્તમતા ચોરોના હૃદયને પણ પલટી નાંખે છે. પણ એવી ઉત્તમતા કોઈ ધર્માત્મા જ સેવે છે. અને તેમને તેનો લાભ પણ મળે છે. માલ પાછો મળ્યો અને માનવો મળ્યા.
૪. ચોરી કરવાની આદતવાળા માનવને પણ ઉત્તમ માનવોનો વ્યવહાર કેવો સ્પર્શી જાય છે તેની આ કથા છે.
મોરબી ગામમાં એક અનાજના વેપારી હતા તેમની દુકાન પર એક યાચક લોટ લેવા આવ્યો. શેઠની દુકાન અને ઘર સાથે હતાં. તેથી શેઠ આટો લેવા માટે ઘરમાં ગયા, એ સમયે દુકાન પર બીજું કોઈ હતું નહિ, આ તકનો લાભ લઈને પેલા યાચકે દુકાન પર પડેલું વાસણ ઉપાડી લીધું. શેઠ લોટ લઈને આવ્યા, અને જોયું કે ગ્રાહકનું વાસણ ચોરે ઉપાડી લીધું લાગે છે. શેઠે યાચકને લોટ સાથે થોડું ઘી લેવા જણાવ્યું. ત્યારે યાચકે કહ્યું કે પણ હું ઘી શામાં લઉં?
શેઠે તરત જ યાચકની ઝોળીમાં હાથ નાંખી તપેલી કાઢીને તેમાં ઘી નાંખી આપ્યું. આથી પેલો યાચક અત્યંત લક્તિ થઈ ગયો. તપેલી પાછી આપી અને શેઠજીને કહ્યું કે હવે તે ફરી ચોરી નહિ કરે.
સજ્જન માનવોની સજ્જનતાની ચરમસીમા હોય છે. તેમના વચનથી પણ માણસ પશુ મટી પુનઃ માનવ બને છે.
બાબા ભારતી પાસે એક પાણીદાર ઘોડો હતો. તેની આકર્ષક ચાલ જોઈને ડાકુ ખડગસિંહ તેના પર મુગ્ધ થઈ ગયો. તે જે વસ્તુ પર મુગ્ધ થતો તે વસ્તુ પ્રાપ્ત કરીને જ જંપતો. તેણે કોઈપણ પ્રકારે તે ઘોડો મેળવવા સંકલ્પ કર્યો, અને તેવી તકની રાહ જોવા લાગ્યો.
એક દિવસ સાંજે બાબા ભારતી પોતાના ઘોડા પર સવાર થઈને આવી રહ્યા હતા, ત્યારે સડક પર એક અપંગ માણસ પર તેમની નજર પડી, તેને સહાયક થવાના હેતુથી તેઓ ત્યાં ઊભા રહ્યા અપંગે કહ્યું
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અચૌર્ય
બાબાજી ! હું દૂરથી આવું છું અપંગ હોવાથી ચાલીને થાકી ગયો છું. હવે ચાલી શકું તેમ નથી. આપ મને સહાય કરો. ગામના બજારમાં મને ઉતારી દેજે.
સ્વભાવથી જ દયાળુ બાબા ભારતીએ એ અપંગને ઘોડા પર બેસાડી, પોતે લગામ હાથમાં પકડી ચાલવા માંડ્યું. આઠ દસ પગલાં આગળ ચાલ્યા હશે. ત્યાં તો અચાનક ઝટકો આવ્યો અને તેમના હાથમાંથી લગામ છૂટી ગઈ, પેલો અપંગ જણાતો માણસ ક્ષણમાત્રમાં તો ટટ્ટાર થઈ ગયો, અને બોલ્યો, બાબાજી ! હું ડાકુ ખડગસિંહ છું. હવે આ ઘોડો મારી માલિકીનો છે. ઘોડો ચોરવા મેં અપંગ હોવાનો ઢોંગ કર્યો હતો.
બાબા-ભલે તું ઘોડાનો માલિક બને, પણ આ વાત કોઈને કહીશ નહિ, કારણ કે આવી વાત સાંભળીને કોઈ અપંગોને સહાય કરશે નહિ. ઘોડાને પ્રેમપૂર્વક પાળજે અને ખુશીથી તેનો લાભ લેજે.
બાબાની પ્રેમભરી વાણી સાંભળી ડાક સ્તબ્ધ થઈ ગયો. પણ મોહવશ ઘોડો લઈ આગળ વધ્યો. પોતાને સ્થાને જઈ ઘોડાની યોગ્ય વ્યવસ્થા કરી પોતે સૂવા ગયો પણ નિદ્રા ન આવી, તેના કાને બાબાના શબ્દોનો ભણકાર વાગ્યા કરતો હતો. સવાર થતાં ઘોડો પલાણ્યો અને બાબાના આશ્રમમાં પહોંચી બાબાને ઘોડો સોંપી તેણે ત્યાં જ પ્રતિજ્ઞા લીધી કે હવે પોતે કોઈ દિવસ ચોરી, લૂંટફાટ નહિ કરે. તે ડાકુ મટી સજ્જન બન્યો. બાબાનો પ્રેમભર્યો નિસ્પૃહ વર્તાવ તેને ઘણું શીખવી ગયો. બાબાની વાણી તેના હૃદયમાં આરપાર નીકળી ગઈ. સંતોની ખૂબી જ આ છે કે તે મનુષ્યમાં રહેલી પશુતાને કાઢી નાંખે છે.
“પશુ મેટ હરિજન કીયો” સારાંશ:
અચૌર્યવૃત ગૃહસ્થને માટે ત્રીજું અણુવ્રત - અલ્પવ્રત તરીકે અને મુનિઓ માટે મહાવ્રત તરીકે પ્રસિદ્ધ છે. ગૃહસ્થ આરંભ અને પરિગ્રહ યુક્ત સૂક્ષ્મપણે, કે પારમાર્થિકપણે અચૌર્યવ્રતનું પાલન ન કરી શકે, પરંતુ જો તેને સાચા જીવનમાં અને તત્ત્વમાં શ્રદ્ધા હોય કે આ માનવ જન્મમાં ચોરી જેવાં દુષ્ટ તત્ત્વોમાં ફસાયો તો પછી પશુપણું જ મળવાનું છે. માનવજન્મમાં પશુવૃત્તિનો નાશ કરવાનો છે. પણ જો તેનું પોષણ થયું તો માનવ આકૃતિ જન્માંતરે બદલાઈને પશુઆકૃતિ મળશે. માટે આ મૂલ્યવાન જીવન પામીને ચોરી જેવા દુષ્કૃત્યથી દૂર રહેવું અને પોતાના પુણ્યબળ, પુરુષાર્થ અને પ્રારબ્ધ પર વિશ્વાસ રાખવો.
મુનિજનોએ તો પ્રાણાંતે મહાવ્રતનું પાલન કરવાનું છે. પારમાર્થિકપણે
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વિકાસનાં વીસ સોપાન પણ અચૌર્યવ્રત સ્વીકારવાનું છે. અંતરમાં પણ પરપદાર્થને ગ્રહણ કરવાની અભિલાષાનો સર્વથા ત્યાગ કરવાનો છે. પછી માનપૂજા હો, ધર્મનાં બાહ્ય અનાવશ્યક સાધનો હો, સર્વને માટે સાવધાની પૂર્વક ચર્ચા કરવાની હોય છે. જેથી એક વ્યર્થ તૃણનું ઋણ ચઢે નહિ.
આ અધ્યાયના દૃષ્ટાંતો સૂચવે છે કે અન્યનું તો ગ્રહણ ન કરવું પણ પોતે સંગ્રહ કરેલી વસ્તુનો અન્યને ઉપયોગ હોય, તો તે વસ્તુનો માલિકીભાવ પણ ન રાખવો. અને જેને જરૂર હોય તેને લેવા દેવી, ચોરી કરનારને ચોરભાવે ન જોતાં આત્માતરીકે સ્વીકાર કરવો, આથી એ મનુષ્યનું હૃદય પરિવર્તન સહેજે થઈ જશે. તેમાં તેમનું સાચું વ્રત જ પ્રગટ થાય છે.
૨. અનાસક્તિ હે વિરક્તોપાસક સજ્જનો!
પરમવિરકત પ્રભુ મહાવીરે વિરક્તિને, મુક્તિને માટે આવશ્યક અંગ માન્યું છે. તે માટે જેમ સાપ કાંચળી છોડી દે છે તેમ સાધકે મમત્વનો ત્યાગ કરવો આવશ્યક છે.
માનવ જન્મતાંની સાથે જ મમતાથી ઘેરાઈ જાય છે. આહારાદિ સંજ્ઞામાં તન્મય થાય છે, પછી ક્રમે કરી મારાં રમકડાં, મારાં માતા-પિતા, મારું શરીર, મારા મિત્ર, મારા પડોશી, મારો પરિવાર, મારું ઘર ઈત્યાદિ, મારું મારું કરતાં પુરું જીવન વ્યતીત થઈ જાય છે. જે વસ્તુપર જીવને મમત્વ થાય છે તે વસ્તુ બગડી જતાં, નષ્ટ થતાં, ખોવાઈ જતાં, ચોરાઈ જતાં જીવ દુઃખી અને નિરાશ થઈ જાય છે. અને તે પાછી મેળવવા આક્રંદ કરે છે. એક કવિએ પ્રતિપાદિત કર્યું છે કે :
यस्मिन् वस्तुनि ममता, मम संताप तत्रैव,
यत्रैवाऽहमुदासे तत्र मुदाऽऽसे स्वभाव संन्तुष्टः। જે જે વસ્તુમાં મારી મમતા થાય છે, તેમાં મને સંતાપ થાય છે, અને જે વસ્તુની હું ઉપેક્ષા કરું છું. ત્યાં સ્વભાવતઃ હું સંતુષ્ટ રહું છું. બે શબ્દ અપેક્ષા-ઉપેક્ષા
ફક્ત “અ” અને “ઉ”નું અંતર છે. પરંતુ પરિણામમાં જમીન આસમાનનું અંતર છે. અપેક્ષા-ઇચ્છા જે સંસાર ભ્રમણ નું નિમિત્ત કારણ છે; અને ઉપેક્ષા - ઇચ્છા રહિત – વિરકિત, સંસાર પરિભ્રમણને સમાપ્ત કરી મોક્ષ સુધી પહોંચાડે છે.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાસક્તિ
अपेक्षैव घनो बन्यः उपेक्षैव विमुक्तता અપેક્ષા દેઢ બંધન છે, ઉપેક્ષા મુક્તિ છે. आशाया ये दासा-स्ते दासा सर्वलोकस्य,
आशा दासी येषाम् तेषां दासायते लोकः જે આશાનો દાસ છે તે સમગ્ર જગતનો દાસ છે, પરંતુ આશા જેની દાસી છે, તે સમગ્ર સંસારનો સ્વામી છે. મહાત્મા કબીરે તેને બાદશાહોના પણ બાદશાહ કહ્યા છે.
ચાહ ગઈ, ચિત્તા મટી, મનુઆ બે પરવાહ,
જિસકો કછુ ન ચાહિયે, સોહી શાહશાહ. જ્યાં અપેક્ષા ઇચ્છા છે ત્યાં ચિંતા છે, જેને ઈચ્છા ઓ મટી ત્યાં ચિંતા મટે છે, તે મનુષ્ય નિફિકર હોય છે, જે વ્યક્તિને જગતના કોઈ પદાર્થની ઇચ્છા નથી તે બાદશાહનો પણ બાદશાહ છે.
અપેક્ષા રહિત માનવનું ચિત્ત દર્પણ જેવું સ્વચ્છ હોય છે. દર્પણમાં સેંકડો વસ્તુઓનું પ્રતિબિંબ ઝિલાય છે પણ દર્પણ કોઈ વસ્તુનો સંગ્રહ કરતું નથી. તે પ્રમાણે વિરક્ત જીવ પોતાના પરિચયમાં આવતી પ્રાપ્ત વસ્તુઓનો સંગ્રહ કરતો નથી, અપેક્ષા રહિત હોવાથી વસ્તુનો ઉપયોગ કરવા છતાં પણ તે અનાસક્ત છે.
પાણીના પાત્રમાં કોઈ પોતાનો હાથ નાંખે તો તે ભીંજાઈ જશે પરંતુ તેલ મર્દન કરેલો હાથ પાણીમાં નાંખશે તો તે ભીંજાશે નહિ. વિરક્તિનું મન પણ સંસારમાં તન્મય થઈ ભીંજાતું નથી. તે અનાસક્ત છે. અનાસક્તિનો અનુભવ કેવી રીતે થાય? ભેદ વિજ્ઞાન દ્વારા જીવ અન્ય છે, શરીર અન્ય છે.
अन्नो जीवो, अन्नं सरीरम् । सुत्रकृतांग. ઈદ્રિયો વિષયાસક્ત હોય છે, તેનો સંબંધ શરીર સાથે છે. વાસ્તવમાં જીવ શરીરથી ભિન્ન છે. શરીર જીવ નથી. અને જીવ શરીર નથી. મૃત્યુ બાદ શરીરને બાળી મૂકવામાં આવે છે. અને જીવ કાયમ રહે છે. તે પોતાના શુભાશુભબંધને કારણે તેનું ફળ ભોગવવા નવું શરીર ધારણ કરે છે. અર્થાત્ કર્માધીન ચોરાશી લાખ યોનિમાં ભટકે છે, તે જીવ છે શરીર નથી. શરીર નવું નવું મેળવે છે.
પાણી સહિત નાળિયેર તોડવામાં આવે તો અંદર ગોળો ટુકડા થઈને નીકળશે. પણ જો પાણી સુકાઈ ગયા પછી તોડવામાં આવે તો આખો ગોળો
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
જીવન વિકાસનાં વીસ સોપાન નીકળશે. જીવ ગોળારૂપ છે પાણી આસક્તિરૂપ છે. સાધક ભેદજ્ઞાનને ધારણ કરીને આસક્તિથી મુક્ત થવાનો પ્રયાસ કરે છે.
જીવનો પરિચય “હું” ના પ્રયોગથી થઈ શકે છે. હું કાણો, અંધ, બહેરો, મૂંગો ઇત્યાદિ બાહ્ય અવસ્થાના આધાર પર લોકોએ ઈદ્રિયોના સમૂહરૂપી દેહને જીવ માની લીધો. હું રોગી-નિરોગી, નાનો-મોટો, કાળો-ગોરો, નીચો-ઊંચો, વગેરે અવસ્થાઓ જોઈને કોઈ વિદ્વાનોએ તે અવસ્થાઓને જીવ માની લીધો.
ત્યાર પછી બુદ્ધિની ભૂમિકામાં સૂક્ષ્મ સંશોધન કર્યું હું સમજું છું. હું જાણું છું. વગેરે દ્વારા બુદ્ધિને જીવ માનવા લાગ્યા. હું વિચારું છું, હું અમુક માનું છું. હું ચિન્તા કરું છું આદિ પ્રયોગથી કોઈ વિદ્વાનોએ મનને જીવ માની લીધો.
આમ “હું” ના પ્રયોગ દ્વારા આ સમસ્ત માન્યતાઓ પ્રચારમાં આવી, પોતાના અસ્તિત્વનો જે અનુભવ કરે છે તે જીવ છે. ઇન્દ્રિયો, બુદ્ધિ, મન આદિ જીવ નથી. મારું શરીર, મારું મન એવો પ્રયોગ કોણ કરે છે ? એ વસ્તુને કોણ જાણે છે?
જીવ અને શરીરની ભિન્નતાના જ્ઞાનને ભેદવિજ્ઞાન કહે છે. જેના દ્વારા અનાસક્તિ ઉત્પન્ન થાય છે. જે વસ્તુ બાહ્ય છે તે જીવની સાથે જતી નથી.
धनानि भूमौ परावश्च गोष्ठे, कान्ता गृह द्वारि जनः स्मशाने. देहश्चितायां परलोक मार्गे
कर्मानुगो गच्छति जीव ओक : ધન જમીનમાં (પ્રાચીન જમાનામાં ધન જમીનમાં દાટવામાં આવતું હતું) પશું વાડામાં, પત્ની ઘરના દરવાજા સુધી, કુટુંબી, મિત્રો, સ્મશાન સુધી અને દેહ ચિતા સુધી સાથ આપે છે. ત્યાર પછી જીવ પોતાનાં શુભાશુભ કર્મ અનુસાર એકલો જાય છે.
આ સર્વ વસ્તુ પરાઈ છે. ઉધારી કરેલી છે, ઉદ્ધાર ઉધારથી ન થાય. ઉધારી કરેલી છે, ઉધાર લીધેલું છે તેથી તે ટકતું નથી.
क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति. પુણ્ય ક્ષીણ થવાથી જીવને પુનઃ મૃત્યુલોકમાં જન્મ લેવો પડે છે. આધ્યાત્મિક ગુણ જ કેવળ અંત તક સાથે રહે છે તેના વિકાસનું ફળ
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાસક્તિ
૧૧
અનાસિક્ત છે. જડ કે ચેતન પ્રતિ થતી આસક્તિ અનુચિત છે. મહાન જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે કે:
पक्षपातो न मे वीरे, न द्वषः कपिलादिषु, युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः
મહાવીર પ્રભુ પ્રત્યે મારો કોઈ પક્ષપાત નથી અને કપિલમુનિ આદિ પ્રત્યે કોઈ દ્વેષ નથી જેના વચન યુક્તિયુક્ત છે તે માન્ય કરવાં, એ મારો ધ્યેય છે.
જેમાં પક્ષપાત હોય તેના દોષ દેખાય નહિ, અને અન્યના ગુણ ન દેખાય, આથી પક્ષપાતી પોતાના ગુણનો વિકાસ કરી શકતો નથી. તેથી પક્ષપાત અને આસક્તિ સમસ્ત અનર્થોનું મૂળ છે.
संग अव मतः सूत्रे, निःशेषानर्थमन्दिरम् .
સૂત્રકારોએ સંગને (આસક્તિને) સમસ્ત અનિષ્ટોનું મૂળ માન્યું છે.
જેમ સરોવરના ઊંડા કાદવમાં હાથી ફસાઈ જાય પછી નીકળી શકતો નથી, તેમ પુત્ર પત્ની આદિ પરિવારમાં એક ફસાયેલો મનુષ્ય તેમાંથી નીકળી શકતો નથી. વળી ધનથી પણ વિશેષ મહત્ત્વ કે મમત્વ ધન દ્વારા ખરીદેલી વસ્તુઓમાં હોય છે. ત્યાર પછી વિશેષ મહત્ત્વ દેહ પ્રત્યે હોય છે. વાસ્તવમાં આત્મા જ મહત્ત્વનો પદાર્થ છે.
૧. દૃષ્ટાંત : નિપાણીથી એક વ્યક્તિ ધનોપાર્જન માટે મુંબઈ આવી હતી. પોતાની કુશળતા, શ્રમ અને પ્રારબ્ધના સહયોગથી તેને ધનોપાર્જનમાં સારી સફળતા મળી. ગાડી, વાડી, આદિનો યોગ મળ્યો, અને જીવન સુખમાં વ્યતીત થવા લાગ્યું. એકવાર તે શ્રીમંત બીમાર થયો. ડૉકટરે કહ્યું કે તમને બ્રેઇન ટ્યુમર થયું છે. જલદીથી લંડન જઈને એનું ઓપરેશન કરાવો નહિ તો મૃત્યુનું જોખમ છે.
આ સાંભળી બીમાર વ્યક્તિ વ્યાકુળ થઈ ગઈ. તેણે વિચાર્યું કે લંડન જઈને ઓપરેશન કરાવવામાં સઘળી એકઠી કરેલી સંપત્તિ, વાડી, ગાડી સર્વ વેચી દેવું પડશે છતાં શરીરની રક્ષા જરૂરી છે. જો શરીર બચશે તો વળી શ્રમ કરીને પુનઃ ધન ઉપાર્જન કરી લઈશ
આમ વિચારી તે દર્દી લંડન ગયો ઇલાજ કર્યો, સ્વસ્થ થઈને મુંબઈ પાછો આવ્યો. થોડાં વર્ષો સુખચેનમાં ગયાં પણ આખરે એક દિવસ અંતિમ આવ્યો અને તેણે ચિરવિદાય લીધી. તેની સાથે ધનમાલ કંઈ જઈ શક્યું નહિ ફક્ત તેણે કરેલાં શુભાશુભ કર્મ તેની સાથે ગયાં. તેથી પ્રમાણિત થાય છે કે ધન કરતાં શરીર અને શરીર કરતાં આત્માનું મૂલ્ય
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
જીવન વિકાસનાં વીસ સોપાન અધિક છે. શરીર માટે ધનની આસક્તિ છૂટે છે, તો પછી આત્મા માટે આસક્તિ કેમ છૂટતી નથી ?
૨. દષ્ટાંત : મહારાષ્ટ્રના મનોર ગામમાં અમારો ઉતારો હતો. રાત્રે ભારે વર્ષા થઈ. સામે એક આદિવાસીની ઝૂંપડી હતી તે ખૂબ જ પાણીથી ભીંજાઈ ગઈ. સવારે રસોઈ કરવાને લાકડી ચૂલામાં નાંખી. ઘણો પ્રયાસ કરવા છતાં લાકડાં સળગ્યાં નહિ. ઘરમાં બાળકો ભૂખ્યાં થયાં હતાં. ઘરની સ્ત્રી બાજુમાંથી સૂકાં લાકડાં લઈ આવી અને તેના વડે ખીચડી તૈયાર કરી.
આ દૃષ્ટાંત આપણને આપણા કાર્યની પદ્ધતિ બતાવે છે. સાધુજનો શા માટે પ્રવચનો કરે છે ? તેઓ શ્રોતાના મગજરૂપી પાત્રમાં ધર્મરૂપી ખીચડી સિદ્ધ કરવા ચાહે છે. પરંતુ આસક્તિ રૂપી જળમાં જ્યાં સુધી ચિત્ત ગળાબૂડ છે ત્યાં સુધી સાધુજનોના એ પ્રયાસનો અર્થ સરતો નથી. અનાસક્તિના તાપથી જ્યારે ચિત્ત સૂકું બનશે ત્યારે એ પ્રવચનો દ્વારા આગ પ્રજ્વલિત થશે, ત્યાર પછી ખીચડી સહેલાઈથી સિદ્ધ થશે.
પરિવારની આસક્તિ મનને સંતાપ આપે છે, પણ અનાસક્તિ સંતોષ આપે છે.
વિશ્વવિજેતા સમ્રાટ સિકંદર મૃત્યુ પામ્યો. તેના શબને કબરમાં દાટી દેવામાં આવ્યું. ત્યારે તેની મા રડતી રડતી ત્યાં પહોંચી અને કરુણ અવાજે પૂછવા લાગી કે “મારો પ્યારો પુત્ર ક્યાં છે? તેને કોણે દાટી દીધો ? મારો પ્રાણ લઈ લો પણ મને મારો પ્યારો પુત્ર પાછો આપો. હું એના વગર જીવી શકીશ નહિ.”
ત્યાં એક ફકીર હાજર હતા, તેણે કહ્યું કે હે બાઈ ! તું કોને સંબોધે છે ? સિકંદર તારો પુત્ર હોત તો તને દુઃખી કરીને, તારો ત્યાગ કરીને ચાલ્યો જાય નહિ. માટે સંસારમાં કોઈ કોઈનું છે જ નહિ.
यह संसार महासागर है, हम मानव हैं तिनके,
ईधर उधरसे बहकर आये, कौन यहां पर किनके ? હે બાઈ ! આ કબ્રસ્તાનમાં હજારો પુત્રો દટાઈ ગયા છે, કોઈ પોતાની માતાના આઝંદથી બહાર આવ્યું નથી. અરે ! તું પણ એક દિવસ આ સર્વની જેમ જમીનમાં દટાઈ જઈશ માટે તારા પુત્રનો મોહ છોડી દે અને પ્રભુ પ્રત્યે પ્રીત કર.
ફકીરનો આવો ઉપદેશ સાંભળી તે બાઈ પુનઃ સ્વસ્થ થઈ અને ત્યાંથી પાછી વળી.
બુદ્ધના સમયમાં આવો એક પ્રસંગ બન્યો હતો. એક વૃદ્ધ વિધવા
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
અનાસક્તિ સ્ત્રી પોતાના એકના એક સંતાનની લાશ ગળે લગાડીને મહાત્મા બુદ્ધ પાસે આવી અને આક્રંદ કરીને બોલી કે ““આપ તો શક્તિમાન છો પ્રભુ ! મારા બાળકને જીવતો કરો. હે કરુણા સાગર ! આપ દયાળુ છો મારા પર થોડી દયા કરો.”
મહાત્મા બુદ્ધ કરુણાયુક્ત દૃષ્ટિ કરી બોલ્યા, “હે બાઈ! મંત્ર દ્વારા તારા પુત્રને હું સજીવન કરીશ પણ તું ગામમાં જા અને જે ઘરમાં આજસુધી કોઈ મૃત્યુ પામ્યું ન હોય તેવા ઘરેથી રાઈના દાણા લઈ આવ. મહાત્માએ બાઈની દૃષ્ટિ ખોલીને તેને સ્વયં સમજણમાં લાવાનો પ્રયાસ કર્યો.
પોતાનો પુત્ર સજીવન થશે તેવી આશામાં બાઈ તો પ્રસન્ન થઈને ગામ તરફ ચાલી, ગામમાં તે સવારથી સાંજ સુધી ઘરે ઘરે ફરી પણ વ્યર્થ. મહાત્માએ કહ્યું હતું તેવું ઘર તેને મળ્યું નહિ કે જ્યાં આજ સુધી કોઈનું મૃત્યુ થયું ન હોય. તેથી તે પાછી ફરી, મહાત્મા બુદ્ધે તેને સમજાવી “જે પ્રાણી જન્મ લે છે તે અવશ્ય કરે છે. સંસારનો વ્યવહાર કોઈના મૃત્યુથી રોકાતો નથી. માળી આજે ફૂલોને તોડી લે છે, કાલે બીજી કળીઓ ફૂલ બને છે, તેને પણ માળી તોડે છે. એમ ચાલ્યા જ કરે છે, જે જન્મે છે તેને એક દિવસ મરવું પડે છે. તું કે હું કોઈ અમર નથી.” આ ઉપદેશનું શ્રવણ કરી તે બાઈ બોધ પામી.
રામ અને પાંડવોએ મહેલનાં સુખોનો ત્યાગ કરી વનવાસ સેવ્યો હતો. તે પ્રમાણે આપણને આ કાયાનું ભવન છોડવાનો સમય આવશે, ત્યારે શું ભવન રોતું રહેશે? ધારો કે કોઈ લૂંટારો હથિયારના જેરે તમારી ધનની થેલી લૂંટી લે તો તે ધન દુ:ખી થશે કે રોવા લાગશે ? ભવન અને ધનની જેમ સમસ્ત વિશ્વની સ્થિતિ નિરપેક્ષ છે કોઈ કોઈના પ્રતિ આસક્ત નથી. તો પછી તમે શા માટે સાંસારિક જડ વસ્તુઓ માટે રડો છો ? દુઃખી થાવ છો ? આસક્ત બનો છો ?
જ્યારે કોઈને સર્પ કરડે ત્યારે તેને કડવો લીમડો પણ મીઠો લાગે છે. તે પ્રમાણે આસક્તિવશ જીવનસંસાર મીઠો લાગે છે. પરંતુ તે કેવળ ભ્રમ છે. સંસારની આસક્તિનો નાશ કરવા એક વાતને જાણી લેવી કે આ સર્વ નાટક છે.
રામલીલામાં એક રાવણ બને છે, બીજો હનુમાન બને છે, તે લંકાનું દહન કરે છે. ત્રીજો રામ બને છે તે રાવણને મારે છે. દર્શકો પ્રસન્ન થઈ તાલીઓ પાડે છે. બીજી બાજુ રાવણ, હનુમાન અને રામના અભિનય કરનારાં પાત્રો મજાથી ચા પીએ છે. ત્રણેમાંથી કોઈ દર્શકોની તાળીઓથી રાજી કે દુઃખી થતું નથી. રાવણ સમજે છે કે હું કેવળ નાટકનું પાત્ર છું
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪
જીવન વિકાસનાં વીસ સોપાન
જીવન-મૃત્યુ કે શત્રુ-મિત્રતા સાથે મારે કોઈ સંબંધ નથી. સંસારમાં રાગ-દ્વેષ રહિત થઈ કેવળ નાટકના પાત્ર તરીકે અનાસક્ત ભાવથી આપણે આપણાં કર્તવ્યોનું પાલન કરવાનું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાસક્તિના અભ્યાસનું એક સાધન છે મરણનું સ્મરણ
ભરત ચક્રવર્તીની અનાસક્તિનો આધાર મરણનું સ્મરણ હતું. એક દિવસ ભગવાન ઋષભદેવે ભરતના અનાસક્તભાવની પ્રશંસા કરી. જનસમુદાયમાં એક સોનીને વિકલ્પ થયો કે પિતા પુત્રની પ્રશંસા કરે તેમાં શું મોટી વાત છે ?
આ વાત રાજ્યના મંત્રીના સાંભળવામાં આવી. મંત્રીએ એક દિવસ તે સોનીને રાજસભામાં બોલાવીને તેલથી પૂર્ણપણે ભરેલો સોનાનો વાટકો આપ્યો અને કહ્યું કે તમે ‘‘આ વાટકો બંને હાથમાં ધારણ કરીને નગરમાં એક આંટો મારી આવો, પણ જો જો વાટકામાંથી એક ટીપું પણ ભોંય પર પડવું જોઈએ નહિ, જો એક પણ ટીપું ભોંય પર પડશે તો તમારો શિરચ્છેદ થશે, અને સંપૂર્ણ તેલ સુરક્ષિત રહેશે તો આ સોનાનો વાટકો તમને ભેટ મળશે.
રાજઆજ્ઞા માન્ય કરી સોનીએ હાથમાં સોનાનો વાટકો લઈ ચાલવા માંડ્યું. મંત્રીએ કરેલા પ્રયોજન પ્રમાણે નગરમાં સ્થળે સ્થળે સંગીત, નૃત્ય આદિ વિવિધ કાર્યક્રમો થતા હતા. છતાં સોનીનું ધ્યાન તો વાટકામાં રહેલા તેલ પ્રત્યે જ હતું. તેલને સંપૂર્ણ સુરક્ષિત રાખી સોની રાજસભામાં હાજર થયો. શરત પ્રમાણે મંત્રીએ તેને સોનાનો કટોરો આપી દીધો. અને કહ્યું કે તમને આવું કષ્ટ આપવાનું કારણ એ હતું કે જે પ્રકારે મૃત્યુના ભયથી તમારું સંપૂર્ણ ધ્યાન તેલ પ્રત્યે કેન્દ્રિત હતું તે પ્રકારે ભરત ચક્રવર્તી હોવા છતાં તેમનું ધ્યાન તેમના કર્તવ્ય પર રહે છે. મરણનું સ્મરણ તેમને સાંસારિક સુખોમાં અનાસક્ત રાખે છે. તેથી વીતરાગ ૠષભદેવે નિસ્પૃહતા વડે તેમની પ્રશંસા કરી હતી. તે પુત્રની પ્રશંસા ન હતી પણ એક અનાસકત રાજાની પ્રશંસા હતી.
સોની આ હકીકત સાંભળીને પ્રસન્ન થયો અને પોતે અનાસક્તભાવને આરાધતો થયો.
આવું જ બીજું દૃષ્ટાંત રાજા જનકનું છે. તે ‘‘વિદેહી’’ કહેવાતા હતા. એકવાર તેમના મંત્રીએ પૂછ્યું મહારાજ ! દેહમાં રહેવા છતાં આપને સૌ વિદેહી કહે છે તેનું રહસ્ય શું છે ?
જનક રાજા કાલે તમે મારે ત્યાં ભોજન અર્થે આવજો ત્યાં તમારા પ્રશ્નનો જવાબ આપીશ.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
અનેકાન્ત
બીજે દિવસે રાજાએ નગરમાં ઢંઢેરો વગડાવ્યો કે રાજ્યના મંત્રીનો એક ગુપ્ત અપરાધ થયો છે તેથી આજે ભોજન સમય પછી એક કલાક થયે તેમને ફાંસી દેવામાં આવશે.
આ બાજુ રાજાએ ગળપણ વગરની અને મસાલા વગરની રસોઈ બનાવરાવી યથા સમયે બંનેએ સાથે ભોજન કર્યું, પછી રાજાએ મંત્રીને પૂછ્યું કે આજનું ભોજન તમને કેવું લાગ્યું?
મંત્રી – આજનું ભોજન આપના આદેશ અનુસાર બન્યું હતું તેથી તે સુંદર હોય તેમાં કોઈ સંદેહ નથી, પરંતુ સત્ય વાત એ છે કે એક કલાક પછી મને ફાંસી મળવાની છે તેથી મને તે ભોજનમાં કંઈ જ સ્વાદ આવ્યો નથી. કેવળ જેમ તેમ કોળિયા ગળે ઉતારતો હતો.
રાજા જનક : મંત્રી ! તમને ફાંસીએ ચઢાવવાના નથી. તે તો કેવળ તમારા પ્રશ્નના જવાબ માટે યોજના હતી, મૃત્યુના ભયથી તમારી જીભના સ્વાદનો અનુભવ બંધ થઈ ગયો તેનો તમને અનુભવ થયો. મૃત્યુ તો સંસારમાં દરેક પ્રાણીનું અવશ્ય થવાનું છે, છતાં એ વાત મુખ્યત્વે કોઈને સ્મરણમાં રહેતી નથી. જે યાદ રહે તો જીવો અનાસક્ત રહે. હું નિરંતર મરણનું સ્મરણ કરું છું. તેથી પાંચે ઈદ્રિયોના વિવિધ વિષયોના ભોગમાં મને કંઈ જ સ્વાદ આવતો નથી. એ કારણથી હું દેહમાં રહેતો હોવા છતાં લોકો મને વિદેહી કહે છે. વિદેહીનું રહસ્ય છે અનાસક્તિ અને સાચી અનાસકિતનો પાયો છે વૈરાગ્ય. વૈરાગ્ય વિનાની અનાસકિત આંખ વિનાના દેહ જેવી છે.
૩. અનેકાન્તા સહયોગપ્રેમી સજ્જનો!
ભગવાન મહાવીરે ૨૫00 વર્ષ પહેલાં અનેકાન્ત સિદ્ધાંતના સામર્થ્ય પર તે કાળે પ્રવર્તતા ત્રણસો ત્રેસઠ ભિન્ન ભિન્ન મતોનો સુંદર સમન્વય પ્રસ્તુત કર્યો હતો. અનેકાન્ત શું છે?
અનેક દ્રષ્ટિઓ દ્વારા એક વસ્તુને જોવી તે અનેકાન્ત છે.
જેમ કે એક મનુષ્ય કોઈનો પિતા છે, કોઈનો પતિ છે, કોઈનો મામા છે તો કોઈનો ભાઈ છે. છતાં તે હકીકત વાસ્તવિક છે તેમાં વિરોધ નથી.
જમની પર પડેલો પત્થરનો ટુકડો પહાડની અપેક્ષાએ નાનો છે, અને
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
જીવન વિકાસનાં વીસ સોપાન
એક કાંકરીની અપેક્ષાએ મોટો છે. એ જ પત્થર અપેક્ષાએ નાનો છે અને મોટો પણ છે એમાં વિરોધ નથી.
અનેકાન્તને સ્યાદ્વાદ પણ કહેવામાં આવે છે.
એક વસ્તુમાં અવિરોધી અનેક ગુણોનો સ્વીકાર કરવો તે સ્યાદ્વાદ છે.
સ્યાદ્વાદથી રહિત અર્થાત્ એકાંતવાદી વાણી ન બોલવી. II સ્યાત્ ॥ અપેક્ષાને સૂચવે છે. તેથી સ્યાદ્વાદને સાપેક્ષવાદ પણ કહેવાય છે. વૈદિક વિદ્વાનો તેને દૃષ્ટિસૃષ્ટિવાદ કહે છે.
અપેક્ષાએ વસ્તુમાં અનેક ગુણધર્મોનું અસ્તિત્વ માનવાવાળા અનેકાન્તના સમર્થક છે, એકાન્તવાદી કેવળ વસ્તુને એક જ દૃષ્ટિકોણથી જુએ છે. તેથી તેઓ જાણી શકતા નથી કે એક વસ્તુને વિવિધ દ્રષ્ટિકોણથી અન્ય પ્રકારે જોઈ શકાય છે. અનેકાન્તવાદમાં દુરાગ્રહ હોતો નથી.
એકાન્તવાદ રોગ છે. તેનું ઔષધ અનેકાન્તવાદ છે. બૌદ્ધદર્શન કહે છે ‘સર્વ ક્ષણિકમ્ ’ સર્વ અનિત્ય છે. વૈદિક દર્શન કહે છે ‘સર્વ નિત્યમ્ ' સર્વ નિત્ય છે. તેથી પ્રશ્ન ઊઠે કે વાસ્તવમાં વસ્તુ નિત્ય છે કે અનિત્ય ? અનેકાંતવાદી કહે છે કે :
જીનેવા વિષે વા કુવે વા” “ उत्पादव्यय धौव्ययुक्तं हि सत्
""
ઉત્પત્તિ, નાશ, તથા સ્થિરતા આ ત્રણ ગુણોથી યુક્ત સત્ (પદાર્થ છે).
દ્રવ્ય દૃષ્ટિથી જે પદાર્થ-વસ્તુ નિત્ય છે તે પર્યાયદૃષ્ટિથી અનિત્ય છે. સોનાનું કડું ગળાવીને હાર બનાવ્યો, વળી હાર તોડાવીને મુગટ બનાવ્યો, તો તેમાં કડું અને હારની અવસ્થા અપેક્ષાએ અનિત્ય છે. પણ સોનાના રૂપે તે નિત્ય છે. જે સોનું કડામાં હતું તે જ હાર અને પછી મુગટમાં રહ્યું છે. એ પ્રમાણે અન્ય પદાર્થો વિશે સમજવું. તંદુરસ્ત ક્ષુધાતુરને માટે ભોજન કરવું યોગ્ય છે પણ દર્દીને માટે અયોગ્ય છે. એક જ પ્રકારનું ભોજન અપેક્ષાએ યોગ્ય છે અને અયોગ્ય પણ છે.
જે લોકો સ્યાદ્વાદને સંશયવાદ કહે છે તેઓ અનાભ્યાસી છે. તેઓ તેની યથાર્થતા સમજવાની કોશિષ કરે તો બંનેનું અંતર સમજી શકે. સંશયવાદમાં બંને પ્રકાર અનિશ્ચિત છે જેમ કે ‘આ સર્પ હશે કે દોરડું હશે ?' પરંતુ સ્યાદ્વાદમાં બંને પ્રકાર નિશ્ચિત છે. જેમકે દ્રવ્યદૃષ્ટિએ વસ્તુ નિત્ય છે અને પર્યાયદૃષ્ટિએ વસ્તુ અનિત્ય છે. અધ્યાત્મ ઉપનિષદમાં લખ્યું છે કે :
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન
- દૂધનો નાશ થતાં દહીં ઉત્પન્ન થયું. પરંતુ ઘી તો દૂધમાં અને દહીં બંનેમાં રહેલું છે. આવું જ જાણે છે તે સ્યાદ્વાદનો વિરોધી થઈ શકતો નથી.
जाति वाड्यात्मकं वस्तु, वदन्ननुभवो चितम् । भट्टो वापि मुरारिर्वा, नानेकान्तं प्रतिक्षिपेत् ॥ विज्ञानस्यैकमाकारम् नानाकारकरम्बितम् । इच्छंस्तथागतः प्राज्ञो नानेकान्तं प्रतिक्षिपेत् ॥ इच्छन् प्रधानं सत्वायै विस्दैर्गुम्फितं गुणैः । सांख्यः संख्यवतां मुख्यो नानेकान्तं प्रतिक्षिपेत् ॥ अबद्धं परमार्थेन बद्धं च व्यवहारतः ।।
बुवाणो ब्रह्म वेदान्ती, नानेकान्तं प्रतिक्षिपेत् ભાવાર્થ : કુમારિલ ભટ્ટ તથા મુરારિ નામના વિદ્વાનો વસ્તુને સામાન્ય - વિશેષાત્મક માને છે તે અનેકાંતનું ખંડન કરી શકતા નથી.
વિજ્ઞાનના એક આકારને અનેક આકારો યુક્ત માનવાવાળા બૌદ્ધ વિદ્વાનો દ્વારા અનેકાન્તનું ખંડન થઈ શકતું નથી.
બુદ્ધિમાનોમાં પ્રમુખ સાંખ્યદર્શનના પ્રણેતા કપિલમુનિ પ્રકૃતિને સત્વ, રજ અને તમ એવા ત્રણ વિરોધી ગુણોથી યુક્ત માને છે તેથી તે અનેકાન્તનું ખંડન કરી શકતા નથી.
વેદાન્તી વિદ્વાન બ્રહ્મને પરમાર્થથી અબદ્ધ અને વ્યવહારથી બદ્ધ માને છે, તેથી તે પણ અનેકાન્તનું ખંડન કરી શકતા નથી.
આ શ્લોકોમાં દર્શાવે છે કે અનેકાન્તનું ખંડન કરવાવાળા દાર્શનિક સ્વયં પોતાના સિદ્ધાંતોમાં પરસ્પર વિરુદ્ધ તથ્યોને એકત્ર માને છે. તેથી તેઓ કેવળ ષવશ અનેકાન્તનો વિરોધ કરે છે નૈતિકપણે તેમને વિરોધ કરવાનો અધિકાર નથી.
દેરાંત : એકવાર અનરાધાર વર્ષા થઈ. આખું ગામ તણાઈ ગયું. નદીમાં ત્યારે પૂર ચઢ્યું. એક લાકડા પર પાંચ દેડકા બેઠા હતા. લાકડું પાણીની સપાટી પર તરતું રહ્યું. દેડકાઓ બચી ગયા તેઓ પરસ્પર વાતચીત કરવા લાગ્યા.
પ્રથમ દેડકાભાઈ કહે – “આપણે તરી રહ્યા છીએ”
બીજ દેડકાભાઈ કહે - “નહિ, જે લાકડા પર આપણે બેઠા છીએ તે લાકડું તરી રહ્યું છે.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૮
ત્રીજા દેડકાભાઈ કહે તરી રહ્યાં નથી ફક્ત નદીનો
www.kobatirth.org
-
જીવન વિકાસનાં વીસ સોપાન
તમારી વાત ખોટી છે. આપણે કે લાકડું એકે પ્રવાહ વહી રહ્યો છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોથા દેડકાભાઈ કહે અરે મૂર્ખજનો નદી તો જ્યાં છે ત્યાં જ છે. વાસ્તવમાં પાણી વહી રહ્યું છે, અને પાણીની સપાટી પર લાકડું તરી રહ્યું છે અને તેના સહારે આપણે તરી રહ્યા છીએ. પણ જો પાણી વહેતું ન હોત તો લાકડું કે આપણે કોઈ તરી શક્યા હોત નહિ. ત્યાં વચમાં જ ત્રીજા દેડકાભાઈ ટપકી પડ્યા તે કહે - કોણ કહે છે કે પાણી વહી રહ્યું છે, તેનો પ્રવાહ શું સ્વતંત્ર છે ? જો તે સ્વતંત્ર છે તો સરોવરનું અને સમુદ્રનું પાણી કેમ વહેતું નથી ? નદીમાં પાણીને વહેવું પડે છે. કારણ કે નદી વહે છે. હા, સૂકી નદી વહી શકતી નથી. પરંતુ આપણે જે નદીની સપાટી પર છીએ તે નદી સૂકી નથી. તેથી મારું કથન સત્ય છે કે નદી વહી રહી છે.
પાંચમો દેડકો વૃદ્ધ હતો, અનુભવી હતો. તેણે અનેકાંતદૃષ્ટિયુક્ત ઉત્તર આપ્યો :
ભાઈઓ ! તમારા સર્વનું કથન દરેકની પોતાની દૃષ્ટિએ યોગ્ય છે, પણ અન્યની દૃષ્ટિએ તે ખોટું છે. નદી વહી રહી છે, પાણી વહી રહ્યું છે. લાકડું વહી રહ્યું છે. અને આપણે વહી રહ્યા છીએ. ચારેયના કથનમાં કંઈક તથ્ય છે પણ એકાંત આગ્રહને કારણે ચારેયનું કથન ખોટું ઠરે છે.
જુઓ; નદી તો સ્થિર છે, પાણી પણ સ્થિર છે. નદીના ઢોળાવને કારણે પાણીનું વહેવું અનિવાર્ય છે. લાકડાનું પાણીને કારણે વહેવું અનિવાર્ય છે. હવે આપણી વાત કરીએ. આપણે લાકડા પર બેઠા છીએ, જેથી આપણે નથી તરતા કે નથી વહી રહ્યા.
અનેકાન્તવાદી અનુભવી દેડકાની વાત એકાન્તવાદી દુરાગ્રહીઓથી સહન થઈ શકી નહિ, એ ચારેય દેડકાએ ભેગા થઈ પાંચમા દેડકાને પાણીમાં ધકેલી દીધો. એકાન્તવાદીઓ મોહવશ, દુરાગ્રહને કારણે તેમના ક્રૂર પરિણામનું ફળ બિચારા સત્યવાદી સમજદાર દેડકાને ભોગવવું પડ્યું
પરંતુ અનેકાન્તવાદી સત્યને કારણે મૃત્યુથી ડરતો નથી. જેની પાસે સાચો તર્ક નથી તે તલવારનો સહારો લે છે. લોભ લાલચ અને દાનવતા પોષક માનવતાનો સહારો લે છે.
તર્કના સામર્થ્યનું દૃષ્ટાંત જાણવા જેવું છે.
દૃષ્ટાંત : એક બાદશાહે ઘોષણા કરાવી કે જે અસત્ય બોલશે તને પ્રાણદંડની સજા થશે. એક મોટા મુલ્લાજીએ તેની સામે બાથ ભીડી કે હું કાલે રાજસભામાં આવીશ, અસત્ય બોલીશ તો પણ મને પ્રાણદંડ નહિ થઈ શકે.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્ત
૧૯ બીજે દિવસે મુલ્લાજી દરબારમાં ગયા બહાર દ્વારપાળે દરબારમાં જવાનું પ્રયોજન પૂછ્યું ત્યારે તે બોલ્યા કે “આજે મને ફાંસી પર લટકાવી દેવાનો છે, બાદશાહે મને ફાંસી પર લટકાવી દેવા બોલાવ્યો છે તેથી હું તેમને મળવા આવ્યો છું.
દ્વારપાળે આ સંદેશો બાદશાહને આપ્યો બાદશાહે મુલ્લાજીને દરબારમાં બોલાવ્યા. પણ તેને ફાંસીની સજા કરી શક્યા નહિ. મુલ્લાજીએ દ્વારપાળને કહ્યું હતું કે બાદશાહ મને ફાંસી પર લટકાવવાના છે, તે વાત અસત્ય હતી, તેથી ઘોષણા અનુસાર મુલ્લાજીને ફાંસીની સજા થવી જોઈએ.
બીજી બાજુ તે મુલ્લાજીએ ગઈ કાલે કહ્યું હતું કે હું કાલે અસત્ય બોલીશ, તે કથન અનુસાર તે આજે અસત્ય બોલ્યા તે વાત પણ સત્ય હતી. તેથી તેને ફાંસી પર કેવી રીતે લટકાવી શકાય ? હવે આ તો મોટી સમસ્યા ઊભી થઈ. બાદશાહ સજ કરી શક્યા નહીં મુલ્લાજી પોતાની તર્કબાજી દ્વારા જીતી ગયા.
૨. દષ્ટાંત : મુલ્લાજીને બે પત્નીઓ હતી. તે દરેકને એકાંતમાં કહ્યા કરતા કે “તું તેના કરતાં અધિક સુંદર છું” સ્ત્રીઓના પેટમાં નવ માસ બાળક રહી શકે પણ વાત ન રહી શકે. એક વાર બંને પત્નીઓ વાતે વળગી. એકે બીજીને કહ્યું કે મુલ્લાજી મને તારા કરતાં અધિક સુંદર કહે છે. બીજીએ પણ પહેલીને એ જ વાત કહી. બંનેએ વિચાર્યું કે આનો અર્થ મુલ્લાજી આપણને મૂર્ખ માને છે. માટે આપણે તેમને બરાબર પાઠ ભણાવીએ.
સાંજે મુલ્લાજી ઘરે આવ્યા ત્યારે બંને સ્ત્રીઓએ તેમને બેસાડીને પૂછ્યું કે અમારા બંનેમાંથી અધિક સુંદર કોણ છે તે કહો.
મુલ્લાજી કહે - મને તમે બંને એક બીજાથી અધિક સુંદર લાગો છો. પત્નીઓ શું જવાબ આપે?
આમ અનેકાન્તવાદી પ્રત્યુત્તરથી બંને પત્નીઓનું સમાધાન થયું, તે બંને સંતુષ્ટ થઈ.
બાદશાહ અકબર જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિ પ્રત્યે અત્યંત શ્રદ્ધા રાખતા હતા. એક દિવસ તેણે પ્રશ્ન કર્યો ગુરુદેવ ! આપ જ્યારે માળા ફેરવો છો ત્યારે મણકાને તમારી તરફ ફેરવો છો અમે મણકા બહાર ફેરવીએ છીએ. આ બંનેમાંથી કઈ પદ્ધતિ સારી છે. અને શા માટે ?
આચાર્ય - મહાનુભાવ, માળા ફેરવવાની બંને પદ્ધતિ ઠીક છે. મણકાને બાહરની તરફ ફેરવવાનો હેતુ એક એક ગુણને આપણા મનમાંથી
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
જીવન વિકાસનાં વીસ સોપાન બહાર કાઢવાનો છે. બંને સંકલ્પ સારા છે પરંતુ માળા પોતે સાધ્ય નથી સગુણ ધારણ કરવા અને દુર્ગણ દૂર કરવા માટે સાધન માત્ર છે. માળા ગણીને જો જીવનશુદ્ધિ નું લક્ષ્ય પ્રાપ્ત ન કર્યું. તો માળા ફેરવવાનો શ્રમ વ્યર્થ છે. એને અંદરની તરફ ફેરવવાનો હેતુ છે, તમામ ગુણો અંદરમાં આવે છે. અંતિમ લક્ષ્ય છે મનને વશ કરવાનું, જીવનશુદ્ધિનું, દુર્ગુણોનો ત્યાગ કરવાનું, અને સદ્ગણોને આત્મસાત્ કરવાનું છે.
દષ્ટાંત : આચાર્ય હરિભદ્રસૂરિને સમયસુંદર નામે એક શિષ્ય હતો. તેને રાજદરબારમાં પંડિતો સાથે વાદ થયો. તેણે કહ્યું કે એક શબ્દના અનેક અર્થ થાય છે. કોઈ એક અર્થનો આગ્રહ રાખવો તે એકાંતવાદ છે, તેમાંથી સંઘર્ષ ઉત્પન્ન થાય છે. જો આપણે અન્યના તાત્પર્યને સમજીએ તો સઘર્ષ ન થાય.
રાજદરબારના અન્ય વિદ્વાનોએ તેનો પ્રતિવાદ કરીને કહ્યું કે નીચેના વાક્યોના અનેક અર્થ કરો. રાજાનો દદત સૌખ્યમ
સમયસુંદર મુનિ સમર્થ હતા. તેમની તર્ક-જ્ઞાન શક્તિ અગાધ હતી. તેમણે સમગ્ર શક્તિ વડે તે વાક્યના દસ લાખ વિભિન્ન અર્થ કરી બતાવ્યા. સભા તો એ સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગઈ. આ સર્વ અર્થનું ગૂંથન કરી “અને કાર્યરત્નમંજુષા' ગ્રંથ પ્રકાશિત થયો છે. સંસ્કૃતમાં કહેવત છે કે :
સર્વે સર્વાર્થવારા : સર્વ શબ્દ પૂરા અર્થને પ્રગટ કરી શકે છે.
પ્રતિભાશાળી વિદ્વાન અનેકાન્તરૂપી રત્નના પ્રકાશ વડે મતભેદોનો અંધકાર મિટાવી શકે છે. બધા જ દર્શનો અનેકાન્તરૂપી વાડાના પશુઓ છે.
દૃષ્ટાંત : - મહરાજ સિદ્ધરાજની સભામાં એકવાર આચાર્ય હેમચંદ્રજી પધાર્યા. તેમના હાથમા દંડ અને ખભા પર કામળ હતી. જૈન શ્વેતાંબર સાધુના વેશમાં તેઓ હતા, તેમને આવતા જોઈ અન્ય ધર્મી કોઈ ઈર્ષાળુ કવિ તેમની હાંસી કરવા બોલ્યા :
__आगतो हेम गोपालो, दंड कम्बलमुदहन् દંડ અને કમ્બલ ધારણ કરીને હેમ ગોવાળ આવ્યો છે.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્ત
૨૧ આચાર્યજીએ આ પંક્તિ સાંભળી કવિ આગળ કંઈ બોલે તે પહેલાં તો આચાર્યજીએ શીધ્ર એક પંક્તિ સંભળાવી :
“ નપશક્યારથ જૈનવાદ.” પડદર્શનરૂપી પશુઓને જૈન સિદ્ધાંત (અનેકાન્ત)રૂપી વાડામાં ચરાવું છું.
વળી કોઈ ઈર્ષાળુ પંડિતે કોઈ જૈન સાધુને સામા આવતા જઈ ઈશારો કરી ને પોતાના મિત્રને કહ્યું કે ““જે આવા સાધુઓનું મુખ જુએ છે તે નરકમાં જાય છે.'
આ વાત સાંભળી જૈન સાધુએ હસતા મુખે પૂછ્યું કે “અને જે તમારું દર્શન કરે તે ક્યાં જાય છે.'
તે પડિતે શીધ્ર જવાબ આપ્યો “સ્વર્ગમાં” પંડિતની આ વાત સાંભળી જૈન સાધુ પ્રસન્નતાથી બોલ્યા કે “તમારા કથનાનુસાર મારા દર્શનથી તમે નરકમાં જશો અને તમારા દર્શનથી હું સ્વર્ગમાં જઈશ એમ નક્કી થયું. તેના પર બરાબર વિચાર કરો અને તેમાં ભૂલ હોય તો સુધારી લો”
પંડિતે લજ્જિત થઈને પોતાની ભૂલ સુધારી લીધી.
એકવાર કોઈ ઈર્ષાળુ વિદ્વાને પોતાના શિષ્યોને કહ્યું કે ““આ જૈન સાધુઓ ગંદા હોય છે તેઓ સ્નાનાદિ કરતા નથી.”
જૈન સાધુ સંયમી હતા તેમણે શાંતિથી તે વિદ્વાનને પ્રશ્ન પૂછ્યો.
મહાનુભાવ ! ગાય કદી સ્નાન કરતી નથી અને ભેંસ ઘણો વખત પાણીમાં જ પડી રહે છે. તમે બંનેમાંથી કોને પૂજ્ય ગણો છો.
બિચારા પંડિત નિરુત્તર રહ્યા. શું જવાબ આપે? એકાંગી દષ્ટિયુક્ત ઈર્ષાળુઓ આ પ્રકારે નિરુત્તર રહી લજ્જા પામતા હોય છે.
મુનિ સમયસુંદર ગણિના ઉદાહરણથી આપણે જાણી શક્યા કે એક શબ્દના અનેક અર્થ થઈ શકે છે. અને તેનું જ્ઞાન હોવાને કારણે સમન્વય થઈ જાય છે. તે પ્રકારે અનેક શબ્દોનો એક અર્થ પણ થઈ શકે છે. જ્યાં સુધી આવું જ્ઞાન થતું નથી ત્યાં સુધી મતભેદ થયા કરે છે.
દષ્ટાંત : પેસેન્જર ટ્રેઈનના ડબ્બામાં કેટલાક યાત્રીઓ બેઠા હતા. કયું ફળ શ્રેષ્ઠ છે? તેની વાત પર તે સૌ ઉગ્ર થઈ ગયા.
અરબી માણસે કહ્યું કે સર્વશ્રેષ્ઠ ફળ “એનબ' છે તે ઘણું સ્વાદિષ્ટ હોય છે.
તુર્કી માણસે કહ્યું કે “ઉજમ ફળ સર્વશ્રેષ્ઠ છે. તે મુખમાં મૂકતાંની
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
જીવન વિકાસનાં વીસ સોપાન સાથે જ આનંદ આપે છે. અંગ્રેજ મનુષ્ય કહ્યું કે મેં “એમ્બ' કે ઉજમ જોયું નથી પણ સર્વ ફળોમાં ગ્રેસ સર્વશ્રેષ્ઠ છે.
ભારતીય મનુષ્ય કહ્યું કે, તમારી વાત હું માનતો નથી દ્રાક્ષ સર્વશ્રેષ્ઠ ફળ છે. અમૃત જેવું મીઠું ફળ છે. પચવામાં પણ હલકું છે.
એટલામાં સ્ટેશન આવી ગયું. દરેક યાત્રી નીચે ઉતર્યા એક ખૂમચાવાળા પાસેથી દરેકે ફળ ખરીદ્યાં અને એકઠા થઈને જોયું તો દરેક અલગ અલગ ભાષામાં એક જ ફળની વાત કહી રહ્યા હતા. તે ચારે એક જ ફળની વાત કહી રહ્યા હતા. તે વાત ફળનું સ્વરૂપ જોતાં સમજાઈ.
કોઈપણ પ્રશ્નનો સાચો પ્રત્યુત્તર અનેકાન્તના સહારાથી શક્ય છે. ભગવાન મહાવીરે તેનો વ્યાપક પ્રચાર કર્યો હતો. તેમના પહેલાં જ્ઞાનીજનો તેનો પ્રયોગ કરતા જ આવ્યા હતા.
હનુમાનજી બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ મનાતા હતા. ““બુદ્ધિમતાં વરેણ્ય' એકવાર રામચંદ્રજીએ તેમને પૂછ્યું, તમે કોણ છો ? તમારો પરિચય આપો. હનુમાનજી કહે:
देह दृष्टया तु दासोऽहम्, जीवदृष्टया त्वदंशकः
आत्मदृष्टया त्वमेवाहम्, इति मे निश्चिता मतिः દેહ દૃષ્ટિથી હું આપનો દાસ છું. જીવની દૃષ્ટિએ હું આપનો અંશ છું. આત્મ દૃષ્ટિએ આપની સમાન છું. આ મારી નિશ્ચિત માન્યતા છે.
હનુમાનજીની કેવી અનેકાન્ત યુક્ત મતિ છે? આવા અનેક દષ્ટાંતોથી અનેકાન્ત પ્રસિદ્ધિ પામે છે.
પ્રભુ મહાવીર દ્વારા અનેકાન્તનો વ્યાપક પ્રચાર થયો હતો તેને કારણે જૈનાચાર્ય અને દાર્શનિકોએ ઉદારચિત્તે તેના અનેકવિધ પ્રયોગ કરી આપસ આપસના કંઠનો છેદ કર્યો છે. મતભેદ દૂર કર્યા છે.
સન્મતિતર્ક પ્રકરણની એક ગાથા આ પ્રમાણે છે.
जेण विणा लोगस्स वि. ववहारो सव्वहा न निवडइ तस्स भुवणेकगुरुणो णमो अणेगन्तवायस्स.
જેના વિના સંસારનો વ્યવહાર પણ ચાલી શકે તેમ નથી, તે ત્રિભુવનનો એક માત્ર ગુરુ અનેકાન્તવાદ છે. તેને નમસ્કાર હો.
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિમાન
૪. અભિમાન વિનીત મહાનુભાવો!
જીવનનો મહાશત્રુ અભિમાન છે, મોક્ષમાર્ગને અનુસરતો વિનય મહાન ગુણ અભિમાનના દુર્ગણ દ્વારા નષ્ટ થાય છે.
माणो विणयनासणो
માન વિનયગુણનો નાશ કરે છે. અહંકાર નષ્ટ કરવા માટે જૈનધર્મમાં નમસ્કાર મહામંત્રનો અત્યંત મહિમા જણાવ્યો છે. તેનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે.
_ नमोऽर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સર્વ સાધુઓને નમસ્કાર હો.
દરેકનો પ્રથમ અક્ષર ગૂંથીને આ પ્રમાણે છે.
“સિગાસાય નમઃ આ પ્રકારથી પણ સંક્ષિપ્તરૂપનું પ્રરૂપણ કરવામાં આવ્યું.
મોમ નમઃ અરિહંત - અ, સિદ્ધ - અશરીરી-અ, આચાર્ય-આ, ઉપાધ્યાય ઉ=ઓ, સાધુ-મુનિ. મ.
અ + અ + આ + 9 + મ. ઓમ. (અ+ =આ, આ+ઉ= ઓ, મ = ઓમ)
ઓમને નમસ્કાર કરવાથી પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા આવવાથી અહંકાર શાંત પડે છે.
અહંકારથી બચવા વ્યવહારમાં પણ મનુષ્ય અતિ પરિશ્રમથી મેળવેલાં ભૌતિક સાધનોને માટે કહે છે કે આ તો ઈશ્વરકૃપા છે.
જૈનદર્શન એ વીતરાગદર્શન છે. વાસ્તવમાં વીતરાગ દેવ કોઈની પર કૃપા કે અક્ષા કરતા નથી. તેઓનો સર્વ જીવ પ્રત્યે સમાનભાવ હોય છે. સિદ્ધશીલા પર વિરાજમાન તેઓ સર્વને જાણે છે અને જુએ છે છતાં ભક્ત પોતાના અહંકારને સંયમમાં રાખવા “ભગવતકૃપા'' એ પ્રમાણે બોલે છે. ભગવાનના નામનો મહિમા કૃપારૂપ છે.
જે એમ માને છે કે હું જ્ઞાની છું ઘણો મોટો વિદ્વાન છું, તેનો વિકાસ
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
જીવન વિકાસનાં વીસ સોપાન
સંભવ નથી. આહાર પચે નહિ તે કેવળ આહાર ગ્રહણનો સંતોષ ભલે માને પણ શક્તિ વિકાસ પામતી નથી. શક્તિ માટે તો આહારના પાચનની આવશ્યક્તા છે. તેમ જ્ઞાનને પણ પચાવવું પડે છે.
ઘણા જિજ્ઞાસુઓ જ્ઞાનનું દર્શન નહિ પણ પ્રદર્શન કરે છે, તેથી સ્વદર્શન થતું નથી. જ્યાં કેવળ બાહ્યાડંબર છે ત્યાં વિકાસ નહિ પણ રકાસ છે. કોઈવાર જિજ્ઞાસુઓ અધૂરા જ્ઞાનને કારણે અહંકાર યુક્ત પ્રશ્ન પૂછે છે, તે સાચા પ્રશ્નો હોતા નથી. જેમ કોઈનું પેટ દુ:ખતું હોય અને વૈધરાજ પાસે જઈ તે માથું દુઃખે છે તેમ કહે તો સાચો ઉપાય મળે નહિ. સાચો ઉપાય મેળવા સાચી બીમારી બતાવવી આવશ્યક છે, અથવા જેમ પાડોશીનું દર્દ વૈદ્યને કહેવાથી પોતાનું દર્દ દૂર થતું નથી, કે પાડોશીનું દર્દ દૂર થતું નથી. અર્થાત્ તમારા હિત માટે તમારે ગુરુદેવ પાસે નમ્રતાપૂર્વક તમારી શંકાનું સમાધાન જાણવું જરૂરી છે.
વળી કોઈ મનુષ્ય પોતાની જાણકારીના અહંમાં ગુરુદેવને નીચા પાડવાને માટે અથવા તેમના જ્ઞાનની પરીક્ષા કરવા માટે પોતે જે વાત જાણે છે તેના પ્રશ્નો પૂછે છે. તેમાં અહંકાર હોય છે જિજ્ઞાસા હોતી નથી. તેથી તેના પ્રશ્નોનો યોગ્ય ઉત્તર મળવા છતાં તેને પ્રસન્નતા થતી નથી કારણ કે તેનો આશય સફળ થતો નથી તેથી તેને ખુશી થવાને બદલે ઉદ્વેગ થાય છે. એવો અભિમાની માનવ કેવળ દયાપાત્ર છે.
શરીર સ્વાસ્થ્ય માટે વૈદ્યની પાસે જેવું છે તેવું દર્દ કહેવું જોઈએ તે પ્રકારે જીવનશુદ્ધિ માટે ગુરુદેવની પાસે પોતાનાં પાપોને પ્રદર્શિત કરવાં, ક્ષતિઓ રજૂ કરવી, દોષોનું વર્ણન કરવું.
निंदिय गरहिय गुरुसगासे
ગુરુદેવની સામે પોતાનાં પાપોની નિંદા - અતિનિંદા કરવી જોઈએ.
જો કોઈ ડૉક્ટરની પાસે જઈને કહે કે મને સમયસર ભૂખ લાગે છે. અજીર્ણ થતું નથી. હું ફળાદિ સાત્ત્વિક આહાર લઉં છું. શુદ્ધ હવામાં રહું છું, શરીરમાં મને સ્ફૂર્તિ રહે છે. કોઈ દર્દ નથી. ત્યારે ડૉકટર કહેશે કે ભાઈ ! તું અહીં ભૂલથી આવ્યો છું. આ સ્થાન તો કેવળ દર્દીઓ માટે જ છે. અને તમે તો પૂર્ણ સ્વસ્થ છો. માટે આપ અહીંથી જઈ શકો છો.
એ પ્રકારે ગુરુદેવ પાસે જઈને શિષ્ય કહે કે હું સવાર સાંજ પ્રતિક્રમણ કરું છું, કેટલાયે સામાયિક કરું છું. વંદન, દર્શન, પૂજન, દાન વગેરે કરું છું. વર્ષમાં બે ત્રણ વાર યાત્રા કરું છું. શાસ્ત્રોનો સ્વાધ્યાય કરું છું. તપશ્ચર્યા કરું છું. ઇંદ્રિયોને વશમાં રાખું છું. કષાયોથી દૂર રહું છું. હું - હું - હું- હું.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિમાન
૨૫ ગુરુદેવ પૂછશે, તો ભાઈ તું અહીં શા માટે આવ્યો છું? અહીં તો પાપીને પાવન થવાનું સ્થાન છે તું તો મોટો ધર્માત્મા - જ્ઞાની છું તેથી અહીંથી જઈ શકે છે. કારણ કે ઉપરના કથનમાં કેવળ આત્મપ્રશંસા છે. પૂર્ણતા પામતાં સુધી ગુઆણા જ આરાધના છે. આત્મપ્રશંસા પોતે સ્વયં એક દર્દ છે. ગુરુદેવ પાસે પોતાની આત્મપ્રશંસા કરવી તે તો નરી મૂર્ખાઈ છે. તેના મૂળમાં કેવળ અહંકાર છે. અહંકારના ત્યાગ વગર મોક્ષ માર્ગ સાધ્ય નથી. તું એમ કહે કે હું કંઈ જ જાણતો નથી.
लघुतासे प्रभुता मिले, प्रभुतासे प्रभु दूर,
चींटी ले शक्का चली. हाथी के सिर धूर. કૂવામાં ડોલ સીધી નાંખશો તો પાણીથી ભરાશે નહિ પણ વાંકી વળશે તો તેમાં પાણી ભરાશે. તેમ જે મનુષ્ય નમ્ર બનશે તે જ્ઞાન પામશે.
આંધી મોટા મોટા વૃક્ષને ઉખાડીને ફેંકી દે છે. પરંતુ, વેલ નમ્ર અને નાની હોવાથી ઊખડી જતી નથી.
સ્ટેશન પર સિગ્નલ મળ્યા પછી ગાડી પ્રવેશ કરે છે. તેવી રીતે જ્યારે ગુરુ ચરણમાં શિર નમે છે ત્યારે જ્ઞાન પ્રવેશ કરે છે. અહંકારની દીવાલ સ્વરૂપના પરિચયમાં બાધક છે. નમસ્કાર વગર ઉદ્ધાર નથી. શ્રદ્ધાપૂર્વકનો એક જ નમસ્કાર પર્યાપ્ત છે.
इकोवि णमुझरो, जिणवरवसहस्स वद्धमाणस्स.
संसार सागराओ, तारेइ नरं व नारिं वा. જિનવરોમાં ઉત્તમ ભગવાન મહાવીરને કરેલો માત્ર એનિમ કાર સ્ત્રી કે પુરુષ સર્વને સંસાર સાગરથી તારે છે.
બ” નાદે પણ “વાહ હું કંઈ નથી, મારું કંઈ નથી.
“નાહમુ” પછી કોહમ (હું કોણ છું?) તેથી આગળ એક પરમાત્મા છું) આ વાત સાંભળવામાં તો સરળ લાગે છે. પરંતુ તેની સાધના કઠણ છે.
મહર્ષિ અરવિંદ સર્વ પ્રવૃત્તિને છોડીને પરમાત્મતત્ત્વની શોધ માટે ચાલીસ વર્ષ સુધી એકાંતવાસમાં રહ્યા હતા. છતાં તેમણે કહેવું પડ્યું કે મારી શોધ અપૂર્ણ રહી. આવું જાણવા છતાં જે અહંકાર કરે છે તે ખરેખર મૂર્ખ છે. ઘમંડીનું અવશ્ય પતન થાય છે. વિવેક જ વાસ્તવિક દૃષ્ટિ છે. જેના દ્વારા સ્વ-પરભાવોનો બોધ થાય છે. અભિમાનથી વિવેક દૃષ્ટિ જ બંધ થઈ જય છે.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
જીવન વિકાસનાં વીસ સોપાન સ્થાયી તત્ત્વ- આત્મલક્ષ ઉપર અભિમાન હોય તો તે અપેક્ષાએ હિતાવહ છે. પરંતુ મનુષ્યો તો ધન, યૌવન, પરિવાર, પુત્રાદિ અસ્થાયી, નશ્વર વસ્તુનું અભિમાન રાખે છે.
मा कुरू धनजनयौवनगर्वम्, हरति निमेषात्काळः सर्वम् मायामयमिदमखिलं हित्वा,
ब्रह्मपदं त्वं प्रविश विदित्वा હે ચેતન ! ધન, જન, યૌવનનું અભિમાન ન કર ક્ષણવારમાં તે સૌનું અપહરણ થશે. માયા, અજ્ઞાન યુક્ત સંસારનો ત્યાગ કરી મોક્ષના સ્વરૂપને સમજી તેમાં પ્રવેશ કર.
હૃદયમાં છુપાયેલો અહંકાર બહારમાં યુદ્ધ આદરે છે. બીજી વિશ્વયુદ્ધના પ્રણેતા હિટલરનું મૃત્યુ કેવી રીતે થયું ? તે જાણીને તમને તેની દયા આવશે. અત્યંત કણાજનક સ્થિતિમાં પોતાના જ હાથે પોતે ગોળીથી વીંધાઈને મૃત્યુ પામ્યો. પોતાના વિશ્વાસુ નોકરને કહી રાખ્યું કે મારા મૃત્યુ પછી મને કેરોસીન છાંટીને બાળી મૂકજે. દુનિયાને જીતવા નીકળેલો એ હિટલર સૈન્યની કે કોઈની સલામી પણ પામી ન શક્યો. અત્યંત દયનીય દશામાં ક્યાં ગયો? કોણ જાણે ! અભિમાન જીવનવિકાસ માટે પૂર્ણવિરામ છે.
પ્રગતિ રોકાય છે અને હાનિ વધે છે. લાકડાની અકડાઈ ક્યાં સુધી રહે છે ! અગ્નિની આંચ ન લાગે ત્યાં સુધી.
“હું” શબ્દ અંગ્રેજીમાં આઈ ) કહેવાય છે. કોઈપણ વાક્યમાં તે મોટા અક્ષરે લખાય છે તે પ્રકારે અહંકારી વ્યક્તિનું મસ્તક જ્યાં જાય છે ત્યાં ઊંચું રહે છે. તે હંમેશાં વિચારે છે કે હું મોટો છું. બજાર નાનું છે, હું ઊંચો છું દુનિયા નીચી છે. હું લાંબો છું પૃથ્વી ટૂંકી છે. શરીરનાં બધાં જ અંગો અહંકારવશ પોતાને મોટાં લાગે છે. જેમ કે પગ - અમે ચાલીએ છીએ, દોડીએ છીએ, ફૂટબોલ રમીએ છીએ, શરીરનો આધારસ્તંભ અમે છીએ માટે અમે બધાં અંગોમાં મોટા છીએ.
પેટ : ભોજનને પચવીને આખા શરીરનું પોષણ હું કરું છું ખરું કહો તો લોકો રાતદિવસ શ્રમ જ મારા માટે કરે છે. જો હું ન હોત તો લોકો મહા આળસુ બની જાત.
હાથ : હું સર્વ કાર્ય કરું છું. સ્વજનોને આલિંગન આપું છું. નમસ્કાર મારી સહાય વડે થાય છે. તેથી અમે મોટા છીએ.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિમાન
૨૭ જીભ : હું બે મહત્ત્વપૂર્ણ કાર્ય કરું છું. ખાવું-પીવું અને બોલવું, જીભ દ્વારા વિવિધ સ્વાદ લઉં છું. દાંત વડે ચાવીને જીભની રક્ષા કરું છું. બોલવા ઉપરાંત ગાવાનું કામ પણ હું કરું છું.
નાક : મુખની શોભા મારા વડે છે. મારા વગર લોકો બે આબરૂ. મનાય છે. સુગંધ અને દુર્ગધ પારખવાની શક્તિ મારામાં છે જો શ્વાસ લેવાનું બંધ કરું તો શરીર મડદું થઈ જાય.
આંખો : શરીરને સર્વ પ્રકારનું માર્ગદર્શન હું આપું છું. સુંદર દશ્ય, સિનેમા. ટી.વી, ચિત્ર, મિત્ર વગેરે બતાવીને મનોરંજન કરું છું. મારા વગર લોકો અંધ કહેવાય છે. અને તેની દશા દયનીય બને છે. તેથી સર્વ અંગો કરતાં મારું મહત્ત્વ અધિક છે.
કાન : જો ન હોઉં તો મનુષ્ય બધિર કહેવાય છે. સંગીત, ઉપદેશ, વાર્તા સર્વનું શ્રવણ મારા વડે થાય છે. વળી શોભા માટે મને સુવર્ણ અલંકાર પહેરાવે છે. . મસ્તક : સર્વ અંગો મારી આજ્ઞા પ્રમાણે વર્તે છે. વળી શરીરનાં કાર્યોથી થતાં સુખ દુઃખનો અનુભવ કરવા હું સમર્થ છું જો હું સમતોલપણું ગુમાવું તો લોકો ગાંડા કહેવાશે. મારું આવું મહત્ત્વ હોવાથી મારું સ્થાન શરીરમાં સૌથી ઊંચું છે.
અંતમાં આત્મારામે એક ચેતવણી આપી કે તમે સૌ શાણાં થઈને પોતપોતાનું કાર્ય કર્યા કરો, જો મારો આદેશ માન્ય નહિ કરો તો હું તમને સર્વને છોડીને અન્યત્ર ચાલ્યો જઈશ.
ઉપરની વાત સાંભળીને શરીરના સૌ સભ્યોએ આપત્કાલીન સભા બોલાવી અને એ ચેતવણીની ભાષા સમજવા માટે કોશિશ કરી. ત્યારે તેમના ખ્યાલમાં આવ્યું કે જે આ આત્મારામ ચાલ્યા જાય તો આપણું મૂલ્ય શું? આપણને તેના સિવાય કોઈ ઘરમાં પણ રાખશે નહિ, સ્મશાનમાં લઈ જઈને ફેંકી દેશે આખરે સર્વે મળીને ઠરાવ કર્યો કે હે આત્મારામ ! હવે અમે આવો ગર્વ નહિ કરીએ. તમારી આજ્ઞા મુજબ ચાલીશું.
આત્મારામ આ પ્રત્યુત્તરથી સંતુષ્ટ થયા. ત્યારથી શરીરના સઘળાં અંગો સંપીને રહેવા લાગ્યાં, એક બીજાને સહાય કરે છે. પગમાં કાંટો લાગે તો હાથ કામે લાગશે, આંખ જોવાનું કામ કરશે. કાંટો નીકળી જતાં બધાં જ અંગો ખુશી થશે.
અહંકાર વાસ્તવમાં તો દુર્ગુણ જ છે, છતાં કોઈવાર જ્ઞાનનું કારણ બને છે. તે સાપેક્ષ માનવું.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
જીવન વિકાસનાં વિસ સોપાન
अहंकारोऽपि बोधाय કોઈકવાર સત્ય અને તત્ત્વના ખપી એવાઓનો અહંકાર બોધ માટે થાય છે.
દૃષ્ટાંત : ચિત્તોડગઢમાં હરિભદ્ર નામે એક રાજ પુરોહિત રહેતા હતા. તે ચૌદ વિદ્યામાં નિપુણ હતા. સમસ્ત શાસ્ત્રોના વિશેષજ્ઞ વિદ્વાન હતા. એથી અહંકાર પણ વૃદ્ધિ પામ્યો. વાદવિવાદ કરતાં એવું કહેવા લાગ્યા હું જે કોઈની વાતને સમજી નહિ શકું તો તેનો શિષ્ય થઈશ એકવાર તે નગરમાં ફરતા ફરતા એક જૈન સ્થાનક પાસેથી પસાર થતા હતા ત્યાં તેમના સાંભળવામાં આવ્યું :
चक्टुिगं हरिपणगं, पणगं चीण केसवो चली,
केसव चकी केसव, दुचकी अ केसवो चली. બે ચક્રવર્તી, પાંચ (હરિ) વાસુદેવ, પાંચ ચક્રવર્તી એક (કેશવ) વાસુદેવ, એક ચક્રી એક કેશવ એક ચક્રી એક વાસુદેવ, બે ચક્રી એક કેશવ અને એક ચક્રી.
ઉપરની ગાથાઓનું સાધ્વી યાકિની પુનરાવૃત્તિ કરતાં હતાં, મુખપાઠ કરતા હતા હરિભદ્ર આ ગાથાનો અર્થ સમજી ન શક્યા, કેશવ હરિ તો સમજાયું પણ આ ચક્કી શું છે? અને તે પણ એક શ્લોકમાં છ વાર?
આશ્ચર્ય પામી હરિભદ્ર સાધ્વીની નજીક જઈને વ્યંગમાં બોલ્યા “ચક્રવાકવ કિ ચકચકાયતે માતઃ?
હે માતા! ચકલીની જેમ તમે આ ચીંચીં શું ચમકો કરો છો? યાકિની સાધ્વીએ ઉત્તર આપ્યો,”
જે નવા-યુવાન છે તે ચમકે છે હું તો વૃદ્ધા છું. હરિભદ્ર એનો જવાબ આપી ન શક્યા આથી પરાજિત થઈ તેમણે સાધ્વીજીને પ્રણામ કરીને ગાથાનો અર્થ પૂછ્યો.
- સાધ્વીજીએ વિનીતભાવે કહ્યું કે તમે એ ગાથાનો અર્થ મારા ગુરુદેવ પાસેથી સમજી લો તો યોગ્ય થશે. હરિભદ્ર ગુરુદેવ પાસે જવા તૈયાર થયા સાધ્વી યાકિનીની પાછળ પાછળ હારેલા ખેલાડીની જેમ હરિભદ્ર દોરાયા ઉપાશ્રયમાં જઈને સાધ્વી એ ગુરુજીને વંદન કર્યું. હરિભદ્ર સમજી ગયા કે આ ગુરુદેવ છે. તેણે પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી. ગુરુદેવે તેને વિશદતાથી અર્થ સમજાવ્યો. યથાર્થપણે ગાથાનો અર્થ જાણીને પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે તેમણે શિષ્યત્વ અંગીકાર કર્યું. અને સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી.
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
અભિમાન વિશિષ્ટ બુદ્ધિમત્તા ને કારણે ગુરુદેવ પાસે ક્રમશઃ જૈનશાસ્ત્રોનો અભ્યાસ અતિ શીઘ્રતાથી કર્યો. તેમની સુયોગ્યતા જોઈ ગુરુદેવે તેમને આચાર્યપદ પર પ્રતિષ્ઠિત કર્યા. તે હરિભદ્રસૂરિના નામે વિખ્યાત છે, તેમણે એક હજાર ચારસો ચુમ્માલીસ ગ્રંથોની રચના કરી છે. આવશ્યક નિર્યુક્તિની સંસ્કૃત ટીકા લખતાં તેમણે ભાવવિભોર થઈને “ચકિદુર્ગ હરિપણગ” ગયા નો વિસ્તારથી અર્થ લખ્યો હતો. કારણ કે આ ગાથાએ તેમના જીવનનું આમૂલ પરિવર્તન કર્યું હતું. વળી આ ગાથા યાકિની મહત્તરા પાસેથી સાંભળી હતી તેથી તેઓ સાધ્વીને માતાતુલ્ય પૂજ્ય માનતા હતા. અને પોતે તેમનો પુત્ર છે તેમ માનતા હતા. ગ્રંથલેખનના અંતમાં પોતાના નામની પહેલાં તેઓ “યાકિનીમહત્તરાર્ન હરિભદ્રસૂરિ' લખીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતા હતા આ દૃષ્ટાંત સૂચવે છે કે અહંકાર પણ શુભયોગનું કારણ ક્વચિત્ બને છે. તે સિવાય તો :
विद्या ददाति विनयम् विनयाद् याति पात्रताम् :
जे भवन्ति नमास्तरवः फलोद्गमैः જેમ જેમ ફળ પાકે છે તેમ તેમ વૃક્ષ નમે છે, તે પ્રકારે વિનયવાન સજ્જન જ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિ થતાં નમ્રતા ધારણ કરે છે.
લંકામાં રાવણ સાથેનું યુદ્ધ સમાપ્ત થતાં શ્રીરામે લક્ષ્મણને રાવણની પાસે રાજનીતિનું શિક્ષણ લેવા મોકલ્યો. રાવણ તે સમયે રણક્ષેત્રમાં ઘવાયેલી હાલતમાં મૃત્યુશધ્યા પર પડ્યો હતો. લક્ષ્મણ ત્યાં જઈને બોલ્યા હું રામની આજ્ઞાથી તમારી પાસે રાજનીતિની શિક્ષા લેવા આવ્યો છું. મને તે શીખવો'
રાવણ - “હું અપાત્રને શિક્ષણ આપતો નથી.'
આ સાંભળી દુભાયેલા લક્ષ્મણ પાછા ફર્યા. અને રામને એ હકીકત જણાવી અને પૂછ્યું તમે મને રાવણ પાસે શિક્ષણ લેવા મોકલ્યો હતો કે અપમાનિત થવા મોકલ્યો હતો?
રામ - કેમ ? રાવણે શું કહ્યું? લક્ષ્મણ – તેણે મને કહ્યું કે “હું અપાત્રને શિક્ષણ આપતો નથી, રામ - તું ત્યાં ક્યાં બેઠો હતો?
લક્ષમણ - હું ઘાયલ રાવણના માથાની પાસે જઈને ઊભો જથી તેમના મુખમાંથી નીકળેલા શબ્દોનું સારી રીતે શ્રવણ કરી શકું.
રામ - આવા વ્યવહારથી તું અપાત્ર ઠર્યો. શિક્ષાર્થીમાં વિનય હોવો
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
જીવન વિકાસનાં વીસ સોપાન જોઈએ ફરીથી ત્યાં જવ, તેમના ચરણોમાં બેસો, અશિષ્ટ વ્યવહાર માટે ક્ષમા માંગો અને તેમના ચરણમાં શીશ નમાવી શિક્ષણ માટે વિનંતી કરો.
આજ્ઞાકારી લક્ષ્મણ પુનઃ રાવણ પાસે ગયો અને રામની આજ્ઞા પ્રમાણે વર્યા. રાવણે શીધ્ર પ્રસન્નતાપૂર્વક રાજનીતિનું અનુભવપૂર્ણ શિક્ષણ આપ્યું.
કોઈ અંગ્રેજ તત્ત્વ ચિંતકે લખ્યું છે કે :
Be humble if you would attain to wisdom. Be humble still when wisdom you have mastered.
જો તમે જ્ઞાન પ્રાપ્તિ ઇચ્છતા હો તો નમ્ર બનો, અને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે વધુ નમ્ર બનો.
૫. અક્રોધ (ક્ષમા-શાંતિ) શાંત સ્વભાવી ભવ્યાત્માઓ!
આ દેહમાં સમવસ્થિત આત્માનો સ્વભાવ પરમશાંતિ સ્વરૂપ છે, ક્રોધ આત્માનો સ્વભાવ નથી. જેમ જળનો સ્વભાવ શીતળ છે, તે અગ્નિના સંયોગે ઉષ્ણ થાય છે, પરંતુ અગ્નિનો સંયોગ દૂર થતાં તે સ્વતઃ શીતળ બને છે. કારણ કે જળનો સ્વભાવ શીતળ છે. તેમ આત્માનો મૂળ સ્વભાવ શાંતિ છે, પરંતુ બાહ્ય નિમિત્તને આધીન થઈ આત્માની અવસ્થામાં ક્રોધ ઉત્પન્ન થાય છે. પરંતુ નિમિત્તના દૂર થવાથી આત્મા પુનઃ શાંત થઈ જાય છે. ક્રોધ આત્માની વિભાવદશા છે, તેથી તે અનિત્ય છે, શાંતિ આત્માનો સ્વભાવ છે. તે નિત્ય અને શાશ્વત્ છે.
ક્રોધ વ્યક્તિના વિનયગુણને ભસ્મ કરી દે છે. ક્રોધના આવેશમાં વ્યક્તિ પોતાની સમજદારી ગુમાવી દે છે, અને તે મન પર એવો પ્રભાવ પાડે છે કે બીજા સદ્ગુણો પણ દૂર રહે છે.
આશ્ચર્ય ! ક્રોધ, અન્યના અપરાધનો બદલો સ્વયં પોતાની હાનિ કરીને લે છે. ક્રોધ કરતી વખતે શરીરનું રક્ત બળે છે, સ્વાથ્યને નુકસાન થાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નવ થી દસ કલાક શારીરિક શ્રમ કરવામાં જેટલી શક્તિ ખર્ચાય છે તેટલી શક્તિ ફક્ત પંદર મિનિટ ક્રોધ કરવામાં ખર્ચાય છે.
ક્રોધ કાંટાથી પણ અધિક ભયંકર છે. કાંટો તો જેને વાગે છે તેને જ પીડા આપે છે પણ ક્રોધ તો અન્યોન્ય બંનેને પીડાકારી થાય છે.
ક્રોધી સમુદ્રની જેમ ગર્વિષ્ઠ હોય છે તે કોઈની સલાહનો સ્વીકાર કરતો નથી. તે કોઈનો ઉપદેશ સાંભળતો નથી પણ સૌને સલાહ આપે છે. જે કોઈ તેને સલાહ આપે તો તેનો ક્રોધ આસમાને પહોંચે છે.
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
અક્રોઘ (ક્ષમા-શાંતિ)
उपदेशो हि मूर्खाणाम् प्रकोपाय न शान्तये ।
पयः पानं भुजंगानाम्, केवलं विष वर्धनम् ॥ મૂખને ઉપદેશ આપવાથી તેનો ગુસ્સો વધે છે. પણ શાંત થતો નથી જેમ સર્પને દૂધ પિવડાવવાથી તેનું ઝેર વધે છે. ઘટતું નથી. અગ્નિ જેમ ત્વરાથી ભભૂકે છે તેમ ક્રોધી ઉતાવળિયો હોય છે તે અન્યને ત્વરાથી દુઃખ આપે છે. ક્રોધ એ અહંકારનું જ રૂપ છે. અહંકારને કારણે વ્યક્તિ ક્રોધ કરે છે જ્યારે તેના અહંકારને ચોટ લાગે છે ત્યારે તેનો ક્રોધ ભભૂકી ઊઠે છે. અપમાન કરવાવાળાનો તે બદલો લે નહિ ત્યાં સુધી તે શાંત થઈ શકતો નથી. કોઈ પણ પ્રકારે તે બદલો લેવા પ્રેરાય છે. આમ બંને વ્યક્તિ ક્રોધનો ભોગ બની પોતાના વારસદારોને પણ તે વારસો સોંપતા જાય છે. અને વેર ઝેર વધતાં જ રહે છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે :
વોદો પીડું પાડું (ક્રોધ પ્રીતિને નષ્ટ કરે છે)
પદો વચ છે અહો ક્રોધથી પ્રાણી દુર્ગતિ પામે છે. ક્રોધ મૂર્ખતાથી પ્રારંભ થાય છે. પ્રશ્ચાતાપથી તેનો નાશ થાય છે.
ક્રોધી મૂર્તો હોય છે, તે ભલે શાસ્ત્રજ્ઞાન ધરાવતો હોય પણ તે મૂર્ખા છે. મુખ્યતયા ક્રોધી ક્રોધનો નશો ઊતરી ગયા પછી પસ્તાય છે પણ ક્રોધની દશામાં જે જે હાનિ થઈ, કર્મબંધન થયું તે કંઈ સુધારી શકાતું નથી. ક્યારેક તો તેનો પશ્ચાતાપ પણ વ્યર્થ જાય છે. મહા પુરુષાર્થ વડે તે પ્રકૃતિ સુધરે છે.
हरत्येकर्दिनेनैव ज्वरं पाण्मासिकं बलम्
क्रोधेन तु क्षणेनैव, कोटिपूर्वार्जितं तपः શરીરમાં પેદા થયેલો વર છ મહિનાની શારીરિક શક્તિને નષ્ટ કરે છે. પરંતુ ક્રોધ કરોડો પૂર્વના તપની શક્તિને નષ્ટ કરે છે.
ક્રોધનો સંસ્કાર પ્રાણીના ચિત્તમાં રહેલો હોય છે. નિમિત્ત મળતાં ઊભરાય આવે છે. તેને માટે લોકો એમ કહે છે કે શું કરીએ “ક્રોધ આવી ગયો” સંત વિનોબાજીનું કથન છે કે ક્રોધ માનવના મનમાં રહ્યો હોય છે બહાર નહિ, તે નિમિત્ત મળતાં પ્રગટ થાય છે. સરોવરના સ્વચ્છ પાણીમાં પત્થર નાંખવાથી ગંદકી ઉપર આવે છે. કારણ તે ગંદકી પાણીની નીચેના ભાગમાં જામેલી હોય છે. પરંતુ શહેરોમાં બનાવેલા સ્નાન માટેના હોજ કે (સ્વીમીંગ પુલ) સ્નાનાગારમાં પત્થર નાંખવાથી ગંદકી ઉપર આવતી નથી કેમકે તેના ઊંડાણમાં ગંદકી છે જ નહિ. તેમ સાચા સંતોના હૃદયમાં કષાયો
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
જીવન વિકાસનાં વીસ સોપાન હોતા નથી તેથી તેમને નિમિત્ત મળવા છતાં પણ ક્રોધ થતો નથી. તેથી સમજાય છે કે ક્રોધ જીવનો સ્વભાવ નથી, પણ કુસંસ્કારની પરાધીનતાવશ જીવ તેવી દશામાં મુકાય છે. એક કવિએ ક્રોધત્યાગની પ્રેરણા આપતાં કહ્યું છે કે :
अपकारिषु कोपश्चेत
कोपे कोपः कथं न ते ? જે તું અપકારી જના ઉપર ક્રોધ કરવા ઇચ્છતો હોય તો પ્રથમ અપકારી તો તારો અંતરંગ સત્ર ક્રોધ જ છે તો પછી શા માટે તેના પર ક્રોધ કરતો નથી? તેમ કરવાથી જ તે શત્રુ નો નાશ થાશે. સ્થાનાંગ સૂત્રમાં ક્રોધની ઉત્પત્તિનું કારણ જણાવ્યું છે.
चउहिं ठाणणिं कोहप्पति सिया तेहा खेत्तं पुडुच्च, वत्युं पडुच्च
સરી પડુ, વદિ પહુચે ચાર કારણથી ક્રોધની ઉત્પત્તિ થાય છે. ૧. ક્ષેત્ર - જમીન નગર આદિ, એ મારાં છે અને મારાં રહેવા
જોઈએ તેમાં ક્ષતિ પહોંચે તો વ્યક્તિને ક્રોધ આવે છે. ૨. વાસ્તુ - ઘર, મકાન, દુકાનમાં ક્ષેત્રની જેમ મમત્વ અને
અહમૃત્વને કારણે ક્રોધ થાય છે. ૩. શરીર - શરીરની સુખાકારી, ઈદ્રિયોને ઇચ્છિત વસ્તુઓ મળવી
જોઈએ. જો તેમ ન થાય તો જીવને ક્રોધ આવે છે. ૪. ઉપાધિ - ઉપકરણ, ઉપયોગી વસ્તુઓ અશુભયોગે આવશ્યક
વસ્તુઓ ન મળે તો જીવને ક્રોધ આવે છે. પરલક્ષી ઉપયોગ સર્વ પ્રકાર ના ક્રોધનું મૂળ છે.
અન્યત્ર ક્રોધના પાંચ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. ૧. દુર્વચન - કોઈ દ્વારા કઠોર વચનના શ્રવણથી ક્રોધ આવે છે. ૨. સ્વાર્થમાં અંતરાય - પોતાનો સ્વાર્થ ન સધાય તો ક્રોધ આવે
છે. ૩. અનુચિત વ્યવહાર - અન્ય દ્વારા અપમાનિત થતાં અહંમ ઘવાય
છે તેથી ક્રોધ આવે છે. ૪. ભમ - કલ્પિત માન્યતામાંથી ક્રોધ જન્મે છે, શંકા વહેમથી ક્રોધ
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
અક્રોધ (ક્ષમા-શાંતિ)
જન્મે છે. જેમ કે પોતાની પત્નીને અન્ય સાથે એકાંતમાં વાતચીત કરતાં જોઈને શંકાને કારણે ક્રોધ જન્મે છે. વિચારભેદ - રચિ ભેદ - આજના બુદ્ધિવાદી યુગમાં કોઈનું બળવાન નિમિત્ત વિચાર કે રુચિભેદ છે. પિતા-પુત્ર, સાસુ-વહુ ભાઈ-ભાઈ, માતા-પુત્રી વચ્ચે વિચારભેદ કે રુચિભેદને કારણે પરસ્પર ભયંકર સંઘર્ષ જન્મે છે અને તેમાંથી ક્રોધ જન્મે છે. જો કે ક્રોધની માત્રામાં તરતમતા હોય છે.
उत्तमस्य क्षणं कोपम् मध्यस्थ प्रहरद्वयम् अधमस्य त्वहोरात्रम्
नीचास्यामरणं स्मृतम् જે ક્રોધી છે તે વિચારવાન નથી. વિચારવાન ક્રોધને વશ થતો નથી. મહાત્મા કયુશ્યસે વિચાર પર મહત્ત્વ આપીને કહ્યું છે કે જ્યારે ક્રોધ આવે ત્યારે ક્રોધ પર જ વિચાર કરો તો ક્રોધ સ્વયં શાંત થઈ જશે.
હજરત મહંમદ પયગંબરે પણ કહ્યું છે કે જ્યારે ક્રોધ આવે ત્યારે ઊભા ન રહેવું બેસી જવું અને જો અતિ માત્રામાં ક્રોધ આવે તો સૂઈ જવું ક્રોધનો એક ઉપાય તેને મુલત્વી રાખવો. સ્વયં શાંત થઈ જશે અથવા મનને સદ્વિચાર કે મંત્ર આદિમાં જોડી રાખવું.
મહાત્મા ઈસાએ બાઈબલમાં લખ્યું છે કે, ક્રોધમાં વિલંબ કરવો વિવેક છે, શીવ્રતા કરવી મૂર્ખાઈ છે.
ભોજન સમયે ક્રોધ કરવાથી અન્ન પાચન થતું નથી. માટે ભોજન શાંતચિત્તે કરવું. માતાએ બાળકને સ્તનપાન કરાવતાં ક્રોધ ન કરવો. ક્રોધ કરવાથી દૂધ વિષમય બની જાય છે. અને તેથી બાળકનો સંસ્કાર ક્રોધરૂપે પરિણમે છે.
એક વૈજ્ઞાનિક પ્રયોગ કર્યો હતો. અતિ ક્રોધાવેશમાં આવેલા મનુષ્યનું રક્ત દેડકાને આપવામાં આવ્યું તો તે તરત જ મૃત્યુ પામ્યો. આવા દેષ્ટાંતોથી નિર્ણય થાય છે કે દૂધ તથા રક્તમાં ક્રોધને કારણે વિષ ઉત્પન્ન થાય છે. માટે ક્રોધથી દૂર રહેવા પ્રયત્ન કરવો ભલભલા પંડિત પણ ક્રોધને વશ જ્ઞાનનો નાશ કરે છે.
એક પંડિત સ્નાન કરીને પોતાના નિવાસે જઈ રહ્યા હતા, માર્ગમાં કોઈ હરિજન સફાઈ કરતો હતો, પંડિતજીને તેના શરીરનો સ્પર્શ થઈ ગયો, તેઓ સહસા ગર્જી ઊઠ્યા ““બેવકૂફ, અન્ધા, ગમાર તું જતો નથી, હું કોણ
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પંડિતજી કરવું પડે ?
૩૪
જીવન વિકાસનાં વીસ સોપાન
છું ? હું બ્રાહ્મણ પંડિત છું, ગંગાસ્નાન કરીને આવ્યો છું. તારા સ્પર્શે હું અપવિત્ર થઈ ગયો. હવે મારે પુનઃ સ્નાન કરવું પડશે’’
હરિજન
પંડિતજી, મારે પણ ગંગા સ્નાન કરવું પડશે. (શાંતિથી
બોલ્યો)
ક્રોધાવેશમાં જ હતા, પૂછ્યું તારે શા માટે ગંગાસ્નાન
હિરજન માફ કરજો આપ તો પંડિત છો, જાણો છો કે શાસ્ત્રમાં લખ્યું છે કે ક્રોધ મહાચાંડાલ છે, અને તેથી ક્રોધ કરનાર પણ મહાચાંડાલ હોય છે. આપે મારા પર ક્રોધ કર્યો તેથી આપ મહાચાંડાલ થયા અને તમારા સ્પર્શથી મારું શરીર અપવિત્ર બન્યું છે તેથી મારે પણ ગંગાસ્નાન કરીને પવિત્ર થવું પડશે. ચાલો બંને સાથે પવિત્ર થઈએ.
-
www.kobatirth.org
–
પંડિતજી વિચારવાન હતા. પોતાની ભૂલ સમજી ગયા અને તે હિરજનનો ઉપકાર માની નત મસ્તકે વિદાય થયા.
ક્ષત્રિય પાસે જ રહે.
ક્રોધનું મારણ ઉપશમભાવ છે.
J
उवसमेण हणे कोहं
મહાત્મા બુદ્ધને એકવાર એક ક્ષત્રિય મળવા આવ્યો. તેણે તેમને ખૂબ ગાળોનું પ્રદાન કર્યું. બુદ્ધ તો ત્યારે પણ અત્યંત શાંત રહ્યા તે ક્ષત્રિય છેવટે થાક્યો અને શાંત પડ્યો, તેણે માહાત્માને પૂછ્યું કે આટલી ગાળો દેવા છતાં તમે કેમ શાંત રહ્યા ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાત્મા
ભાઈ ધાર કે તું કદાચ કોઈ વસ્તુની ભેટ લઈને આવ્યો હોત અને જો મેં લીધી ન હોત તો તે વસ્તુ કોની પાસે રહે ?
જો તમે તેનો સ્વીકાર જ ન કરો તો તે વસ્તુ મારી
-
મહાત્મા તે પ્રકારે તેં મને ગાળો આપી પણ મેં તેનો સ્વીકાર કર્યો નથી, પછી શા માટે તેની અસર મારા પર થાય ? નીતિકારોએ કહ્યું છે કે, अतृणे पतितो वन्हि, स्वयंमेवोपशाम्यति !
ઘાસરહિત ભૂમિ પર અગ્નિ સ્વયં શાંત થાય છે. તમે વિચાર કરો કે તમે તે જ ગુસ્સામાં કોઈને ફોન જોડ્યો, સામેથી જવાબ મળ્યો કે ‘નંબર ખોટો છે' તો તમારો ગુસ્સો શાંત થઈ જશે. જો ગુસ્સાને સામેથી જવાબ મળતો નથી તો તે શાંત થઈ જાય છેઃ
મહાત્મા ભર્તુહરિને જ્યારે કોઈ અપમાનિત કરી ગાળો આપતા ત્યારે
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
અક્રોધ (ક્ષમા-શાંતિ) તેઓના મુખેથી ઉદ્ગાર નીકળતા :
ददतु ददतु गालिं, गालिमंतो भवन्तः वयमपि तद्भावाद्, गालिदाने ऽसमर्था : जगति विदितमेतद् दीयते विद्यमानम्,
नहि राशक विषार्ण, कोपि कस्मै ददाति ॥ તમારી પાસે ગાળો છે માટે તમે ગાળો આપો, અમારી પાસે ગાળો નથી તેથી તે દેવામાં અમે અસમર્થ છીએ. સંસારમાં સર્વ લોકો જાણે છે કે જેની પાસે જે હોય તે, તે આપવા સમર્થ હોય છે.
સંત એકનાથ કાશી યાત્રા સમયે ગંગાસ્નાન કરીને ઘાટનાં પગથિયાં ચઢી રહ્યા હતા, ત્યાં એક યુવક તેમના પર થૂક્યો. સંત એકનાથ તદ્દન શાંતિથી પગથિયા પરથી પાછા ઊતરી પુનઃ સ્નાન કરી પગથિયાં ચઢી રહ્યા હતા, ત્યાં ફરી તે યુવાન તેમના દેહ પર ઘૂંક્યો. સંત પુનઃ પગથિયાં ઊતરી સ્નાન કરીને પાછા આવ્યા, પણ આ શું? સત્તર વખત એ જ વસ્તુ ઘટતી રહી, છતાં સંત એકનાથ ક્ષમાના સાગરે ન તો તે યુવકની સામે જોયું કે ન ક્રોધ કર્યો.
અંતમાં યુવક શરમિંદો થઈ તેમના ચરણમાં ઝૂકી પડ્યો અને ક્ષમા માંગવા લાગ્યો. સંતે તેને પ્રેમથી ઊભો કર્યો અને કહેવા લાગ્યા કે ભાઈ ! તને ક્ષમા શા માટે આપું ? તેં તો મારા પર મહાન ઉપકાર કરી મને સત્તર વખત ગંગા માતાની ગોદમાં બેસવાનો અવસર આપ્યો છે. તેથી તેને ધન્યવાદ આપું છું તે યુવક સદા માટે સંતનો ભક્ત બની ગયો. સહિષ્ણુતા માનવને મહાન બનાવે છે.
એક કવિએ લખ્યું છે કે દહીંની સાથે વડા શબ્દ લાગવાથી તે દહીંવડા' કહેવાય છે. તેનું રહસ્ય શું?
पहले थे हम मर्द, मर्द से नार कहाये कर के गंगास्नान, मैल सब दूर कराये कर पत्थर से युद्ध, तेल में गये डूबाये
निफंले आये जब बाहर, तभी हम बड़े कहाये મગ કે અડદ આખા દાણા હોય ત્યારે પુરૂષલિંગવાચક હોય છે પછી દાળ થાય ત્યારે સ્ત્રીલિંગવાચક બને છે. દાળ પાણીમાં પલળે છે (સ્નાન) પછી પત્થર પર વટાય છે, ત્યાર પછી તેલમાં તળાય છે. અને વળી દહીમાં ઠરે છે ત્યારે દહીંવડા કે દાળવડા થાય છે. મોટા થવા કેટલું સહન કરવું પડે છે.
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
જીવન વિકાસનાં વિસ સોપાન એકવાર એક છ વર્ષની કન્યા તેની માતા સાથે બજાર માં ગઈ હતી. તેણે બજારમાં એક ફુગ્ગા વાળાને જોઈ મા ને તે અપાવવાની હઠ લીધી. મા પાસે દસ પૈસા છૂટા ન હતા તેથી માતાએ તેને સમજાવી કે હમણાં મારી પાસે કે ફુગ્ગાવાળા પાસે દસ પૈસા છૂટા નથી તેથી તેને પછી ફુગો અપાવીશ. નાની નાદાન કન્યા એ વાત સમજી નહિ તેથી તે વારંવાર ફુગ્ગો માંગવા લાગી, આથી માને ગુસ્સો આવ્યો તેથી તેણે પુત્રીને હાથથી તરછોડી ધક્કો માર્યો, આથી તે પુત્રી ભોંય પર પડી ગઈ અને સામેથી આવતી ગાડી સાથે અથડાઈ ગઈ. તેના પગ પર ગાડીનું પૈડું ફરી વળ્યું તે જીંદગીભર લંગડી થઈ ગઈ અને તેથી બીજાં અનેક કષે સહેવાં પડ્યાં.
માર્ગમાં ઊભેલા પોલીસના હાથના ઈશારાને માન આપી મોટી ગાડી તમે રોકી શકો છો. કેમ? બ્રેક પર તમારો કાબૂ છે તેથી, પણ તમે તમારા ગુસ્સાને કેમ રોકી શકતા નથી ? તમારા મન પર સહિષ્ણુતાનો કાબૂ નથી ભગવાન મહાવીરનો ઇશારો છે કે :
नो कुझे ક્રિોધ ન કરો
પ્રભુ કરતાં તમને પોલીસનું માહાસ્ય વધુ લાગે છે? કે પછી લાચાર છો? વિચારો, ખૂબ વિચારો, વારંવાર વિચારો,
અમેરિકા દેશની આ વાત છે. ત્યાં એક પ્રોફેસર હતા. તેનો સ્વભાવ ખૂબ જ ક્રોધી હતો. વારંવાર ગુસ્સો આવવાથી તે અપ્રિય થઈ પડ્યા હતા તેથી તેને પોતાને પણ લજ્જા આવતી હતી. વળી તે ક્રોધ ન કરવો, ક્રોધ કરવાથી ઘણું નુકસાન થાય છે તેનું સુંદર પ્રવચન આપતા હતા, પરંતુ પોતે ક્રોધ પર સંયમ કરી શકતા ન હતા.
તેમના એક મિત્ર આ વાત જાણતા હતા, તેમણે તેમને ઉપાય બતાવ્યો કે તમારે થોડા કાગળો પર ક્રોધ વિશે લેખ લખી રાખવો, પછી તે કાગળો તમારી પત્ની અને નોકરને આપી રાખવા અને કહેવું કે જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે તમારે આ કાગળ મને આપવા પ્રૉફેસરે તે પ્રમાણે વ્યવસ્યાકરી જ્યારે તેમને ગુસ્સો આવતો ત્યારે તેમની સામે પેલા કોરા કાગળ આવતા. અને તેમની વિચાર ધારા બદલાતી કે ક્રોધ વિશે શું લખી શકાય. ક્રોધ ખરાબ વસ્તુ છે. તેનાથી હાનિ થાય છે હું ક્રોધી છું. મારે એ દુર્ગુણથી દૂર રહેવું જોઈએ. આમ વિચારધારા બદલાવાથી તેમનો ગુસ્સો શાંત થઈ જતો. અને તેમ વારંવાર પ્રયોગ કરવાથી તેમનો ક્રોધ શાંત થઈ ગયો. કાગળ પરના બે શબ્દોમાં કોઈ જાદુ ન હતો ફક્ત વિચાર બદલવા માટે નિમિત્ત હતું જે વિચાર કરે છે તે વિકારનો ભોગ બનતો નથી.
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અહિંસા
૩૭
ક્રોધ કોઈ નિમિત્તથી આવે છે, પણ ક્રોધી સ્વભાવ વાળાને તો નિમિત્ત ન મળે છતાં ક્રોધ આવે છે. અને સમતાવાન સંત એકનાથને ક્રોધનું નિમિત્ત મળવા છતાં પણ ક્રોધ ન આવ્યો. જો કે એવા સાચા સંત વિરલ જ હોય છે.
नाकारणरूषां संख्या, संख्याता कारण बुधः । कारणेऽपि क्रुष्यन्ति, ये ते जगति पञ्चषा ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અકારણ ક્રોધ થાય તેવા જીવોની સંખ્યા અપાર છે. કારણ મળતાં ક્રોધ થઈ જાય છે તેવી સંખ્યા સંખ્યાત છે. પરંતુ કારણ મળવા છતાં ક્રોધ ન થાય તેવા જીવોની સંખ્યા સંસારમાં આંગળીના વેઢે ગણાય તેવી અતિ અલ્પ હોય છે.
૬. અહિંસા
અહો ! અહિંસા પ્રેમીઓ !
ધર્મનુ પૂર્ણ રહસ્ય જો ત્રણ અક્ષરોમાં સમાવવું હોય તો તે અક્ષરો ‘અહિંસા' છે. દરેક ધર્મોમાં તેની પ્રધાન છે. જૈનધર્મમાં તેને ‘ભગવતી' કહેવાય છે.
આ એવી અહિંસા છે કે જે ભયભીત પ્રાણીઓને શરણ આપે છે. પક્ષીઓને ગતિ મળવી, તૃષાતુરને જળ મળવું, ભૂખ્યાને ભોજન આપવું, સમદ્રની વચમાં જહાજને સારો મળવો, પશુઓને આશ્રય સ્થાન મળવું, રોગીષ્ટને ઔષધિથી બળ મળવું, અને જંગલમાં ભૂલા પડેલા પથિકને સાથ મળવો એ સર્વ કરતાં પણ હાલતાં-ચાલતાં અને સ્થિર એવાં સર્વ પ્રાણીઓને કલ્યાણદાયી તો અહિંસા છે. વિશેષ શું કહેવું ?
अहिंसा परमोधर्मः ॥ ( महाभारतम् )
परमं धर्म श्रुतिविदित अहिंसा (रामचरित मानस ) मा हिंसात् सर्व भूतानि ॥ ( यजुर्वेद )
Thou Shall not kill (વાવૃત્ત)
મુસ્લિમ ધર્મમાં તીર્થયાત્રા કરવાવાળાને પણ આદેશ આપવામાં આવ્યો છે કે જે દિવસે તીર્થયાત્રા કરવાનો સંકલ્પ જાગે તે દિવસથી તીર્થયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી જીવહિંસા કરવી નહિ. અરે ! વાળમાં જૂ કરડે તો પણ તેને મારવી નહિ. તેને ફક્ત દૂર કરો.
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
જીવન વિકાસનાં વિસ સોપાન એક મુસ્લિમ મહાત્મા શેખ સાદીએ લખ્યું છે કે :
તમે કોઈ હાથીના પગ નીચે ચગદાઈને જેવું દુઃખ ભોગવો છો તેવું દુઃખ તમારા પગ નીચે ચગદાઈને કીડીને થાય છે.
આમ સર્વધર્મ સમ્મત અહિંસાધર્મ મહાન છે. જે થોડી ક્ષણો માટે અહિંસાધર્મને અલગ કરવામાં આવે તો પછી ધર્મમાં “ધર્મ” જેવું કંઈ રહેશે જ નહિ. અહિંસાના ભાવ દ્વારા સર્વ જીવસૃષ્ટિના સાર તત્ત્વનો સ્વીકાર થાય છે. ધર્મનો સર્વ બોધ આપણને અહિંસાભાવ પ્રત્યે લઈ જાય છે, અહિંસા એક મહાસાગર છે જે આપણને વિભિન્ન ધર્મોની સરિતા સાથે મિલન કરાવે છે.
सव्वाओवि नईओ, कमेण जह सायरम्भि निवडन्ति तह भगवईमहिंसां, सब्बे धम्मा सम्मिलन्ति ।
-संबोधत्तरी સમસ્ત પૃથ્વી પરની નદીઓ ક્રમશઃ સમુદ્રને મળે છે, તે રીતે સમુદ્રરૂપ ભગવતી અહિંસામાં સમસ્ત ધર્મ સમ્મિલિત થાય છે.
આજના યુગમાં સર્વધર્મસંમેલનના આયોજનની એક ઘેલછા ચાલી છે. દરેક ધર્મપ્રવર્તકો વિશ્વધર્મ સંમેલનનું આયોજન કરે છે, તેમાં દરેક ધર્મના પ્રતિનિધિઓ વક્તા તરીકે પોતાના સાજપર પોતાની તતૂડી વગાડે છે. આવા સંમેલન પાછળ આયોજકો લાખો રૂપિયાનું વ્યર્થ ખર્ચ કરી પરિશ્રમ ઉઠાવે છે પણ પરિણામ શૂન્યમાં આવે છે કેમ? કારણ કે તે આયોજનનાં મૂળમાં તે સૌના જીવનમાં અહિંસાની સ્થાપના થઈ નથી. તેથી આયોજન કરનાર ભલે પ્રતિષ્ઠા પામે પણ જીવનમાં અહિંસા પ્રતિષ્ઠા પામતી નથી.
ઉપરના શ્લોકમાં “સર્વે ધમ્મા સમ્મિલિત' કહ્યું છે. પણ જ્યારે પ્રવર્તનકારના જીવનમાં અહિંસાનું મૂલ્ય સ્થાપિત થયું હશે તો ધાર્મિક હિંદુ, સામ્પ્રદાયિક વિષ, અન્યોન્ય કટ્ટરતા અને અરસપરસમાં અસૂયા આદિ દૂર થશે. અહિંસાના પાલનમાં જ્યારે વાસ્તવિક અહિંસાના દર્શન થાય છે, ત્યારે જ વૈરવિરોધ શાંત થાય છે. પરસ્પર પ્રેમભાવ પ્રગટે છે. ભગવાન મહાવીર પ્રભુના જીવનમાં, સિદ્ધયોગીઓનાં જીવનમાં અહિંસા અપૂર્વ હોય છે.
अहिंसा प्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः ॥ पातंजल योगदर्शनम् * જે કોઈ વ્યક્તિના જીવનમાં અહિંસા ચરિતાર્થ થાય છે તો તેના સાન્નિધ્યમાં રહેવાળા શત્ર - હિંસક પ્રાણી પણ વૈરભાવ નો ત્યાગ કરે છે.
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અહિંસા
www.kobatirth.org
सारङ्गी सिंहशवं स्पृशति सुतधिया नन्दिनी व्याघयोतम्
मार्जारी हंसबालं प्रणयपरिव शात्
केकि कांता भुजङ्गम् ।
वैराण्या जन्म जातान्यपि गलितमदा
जन्त वाडन्ये त्यजन्ति
श्रित्वा साम्यैकरूढं प्रशमितकलुषम् योगिनं क्षीणमोहम्
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
ज्ञानार्णव
કષાયોથી અકલુષિત સમભાવી નિર્મોહ યોગીનો આશ્રય પામીને હરિણી સિંહણનાં બચ્ચાંને ગાય, વાઘનાં બચ્ચાંને, બિલ્લી હંસનાં બચ્ચાંને, ઢેલ સર્પનાં બચ્ચાંને જેમ માતા પોતાના બાળકને વહાલ કરે છે તે પ્રકારે તે સર્વને વહાલથી સ્પર્શે છે. અન્ય પ્રાણીઓ પણ પોતાનું જન્મજાત વે૨ ભૂલી જાય છે.
આફ્રિકામાં એકવાર ગાંધીજી પ્રવચન પૂર્ણ કરીને પોતાના નિવાસ તરફ જઈ રહ્યા હતા. તે સમેય એક વિરોધી વ્યક્તિ હાથમાં ધારદાર છરો લઈને તેમની પાછળ આવતી હતી. ગાંધીજીએ તે માણસને જોયો અને કહ્યું કે ભાઈ ! તું મારી રક્ષા કરવા માટે મારી પાછળ છરો લઈને કેમ આવે છે ? સ્વયં ભગવતી અહિંસા મારું રક્ષણ કરે છે. તારે તે માટે કષ્ટ લેવાની જરૂર નથી.
ગંધીજીના આવા પ્રેમાળ વચનો સાંભળી પેલો યુવાન તેમના ચરણમાં ઝૂકી પડ્યો. તેણે કહ્યું. અન્ય વિરોધીઓના કહેવાથી હું તો તમારી હત્યા કરવા આવ્યો હતો. પરંતુ આપનું પ્રેમમય સંબોધન સાંભળી હું હાથ ઉઠાવી ન શક્યો. મને માફ કરો.
આ છે અહિંસાની સાધનાનો ચમત્કાર. વાસ્તવમાં સત્ય, શીલ, વ્રત એ સર્વે સત્ત્વો અહિંસા દ્વારા પ્રગટ થાય છે.
ધર્મશાસ્ત્રોમાં જેટલાં સત્યશીલ યમ, નિયમ, વ્રત આરાધના આદિ વિધાન સુપ્રાપ્ય છે તે સઘળાંનું મૂળ અહિંસા છે.
For Private And Personal Use Only
સર્વ જિનેશ્વર ભગવંતોએ મુખ્યત્વે પ્રાણાતિપાત વિરમણ વ્રતનું (હિંસાથી પાછા વળો) નિરુપણ કર્યું છે. બાકીનાં સર્વ વ્રતો અહિંસાની વૃદ્ધિ અને રક્ષા માટે છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
જીવન વિકાસનાં વિસ સોપાન | સર્વ જીવો સ્વતંત્રતા ઈચ્છે છે, જીવ માત્ર બંધનથી મુક્ત થવા માગે છે. એ સર્વ અહિંસા દ્વારા શક્ય છે. વળી જે વાસ્તવમાં અહિંસક છે તે જ મોક્ષાર્થી હોય છે.
"मोक्षं ध्रुवं नित्यमहिंसकस्य ॥ सुक्ति मुक्तावली આ દુનિયામાં હિંસાનાં સાધનોની વૃદ્ધિ થતી જાય છે. તે અન્યોન્યથી ભયંકર હોય છે, અને અધિક વિનાશક હોય છે. પત્થર, લાઠી, તલવાર, ભાલા, તીર, બંદૂક, તોપ, અણુબોમ્બ, ન્યૂટ્રોન. હાઈડ્રોજન બોમ્બ આદિ ક્રમશઃ એકબીજાથી અધિક વિનાશક અને હાનિકારક શસ્ત્રોનું સર્જન મનુષ્ય મનુષ્યના સંહાર માટે કર્યું છે.
સન ૧૯૧૪ અને ૧૯૩૯ના બે વિશ્વયુદ્ધોનાં ભયંકર દુષ્પરિણામો દુનિયાથી અજાણ્યાં નથી. છતાં ત્રીજા યુદ્ધના ભણકારા સંભળતા જ રહે છે. આજે મહાસત્તાઓ પાસે એવા જંગી શાસ્ત્રોના ભંડાર છે કે તેનો જે ઉપયોગ કરવામાં આવે તો કોઈ એક રાષ્ટ્ર કે દેશ નહિ પણ સમસ્ત પૃથ્વી અને તેના પર આધારિત સર્વ પ્રાણીઓને ઓછામાં ઓછા સો વાર મરણને શરણ કરી શકાય. સર્વ સત્તાધારીઓ આ વાત જાણે છે છતાં શસ્ત્રોનું ઉત્પાદન વધતું જાય છે.
વળી વિશ્વમાં જેટલાં અણવિક અસ્ત્રનું ઉપાર્જન છે તેમાંથી પંચાણું ટકા તો કેવળ રશિયા અને અમેરિકાના શસ્ત્રાગારોને આધીન છે. બાકીના પાંચ ટકા અન્ય સમસ્ત રાષ્ટ્રો પાસે છે. એક સર્વેક્ષણના નિવેદન અનુસાર લગભગ એક અબજ રૂપિયાનું ખર્ચ પ્રતિદિન શસ્ત્રાસ્ત્રના ભંડારની વૃદ્ધિ ને માટે થાય છે, જે આ ધનરાશિનો ઉપયોગ કેળવણી કે પરોપકાર ના કાર્યમાં કરવામાં આવે તો પૃથ્વી પરનો સમસ્ત મનુષ્ય સમાજ સુખ અને સમૃદ્ધિને પ્રાપ્ત કરે. પરંતુ સત્તાધારી, મહાત્વાકાંક્ષી નેતાઓની આંખ કોણ ખોલે ? કે આ સર્વ શસ્ત્રોની સામે અશસ્ત્ર એ જ સાચો માર્ગ છે. અને તે અહિંસા છે.
શસ્ત્રોના ઉપયોગમાં અશાંતિ છે, યુદ્ધ છે, ક્રૂરતા છે. અહિંસાના ઉપયોગમાં કેવળ શાંતિ, સહયોગ, દયાળુતા છે, તે અહિંસા પ્રેમીઓ ! વિચાર કરો કે કઈ વસ્તુ ઉપાદેય છે?
મોહનલાલ ગાંધી વિલાયત ગયા, ત્યારે તેમની માતાએ તેમને ત્રણ પ્રતિજ્ઞા કરાવી હતી.
૧. “હું દારૂનો સ્પર્શમાત્ર નહિ કરું' (પીશ નહિ) ૨. “હું માંસાહાર નહિ કરું ૩. “હું પરસ્ત્રીનો સ્પર્શ માત્ર નહિ કરું ”
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૪૧
અહિંસા - ગાંધીજી પોતાની આત્મકથામાં લખે છે કે આ ત્રણ પ્રતિજ્ઞા દ્વારા હું અહિંસક બન્યો છું તેમના મંતવ્ય અહિંસાનું મહત્ત્વ આ છે.
૦ ધર્મનો મર્મ અહિંસા છે. ૦ અહિંસાનો અર્થ છે ઈશ્વર પર પરમ શ્રદ્ધા.
જેમ હિંસાની તાલીમમાં મરતાં શીખવું આવશ્યક છે, તેમ
અહિંસાની તાલીમમાં મરતાં શીખવું જરૂરી છે. ૦ મારા મનથી અહિંસાનો અર્થ – સર્વ જીવો પ્રત્યે પ્રેમ.
જેનું આપણે સર્જન કરી શકતા નથી તેનું વિસર્જન કરવાનો
આપણને કોઈ અધિકાર નથી. આવા અનુભવપૂર્ણ હાર્દિક ઉગારો દ્વારા અહિંસાના સ્વરૂપની વાસ્તવિકતા સમજાય છે. અહિંસાભાવથી કરેલાં કાર્યોમાં તિર્યંચ જેવાં મૂક પ્રાણીઓ પણ પ્રભાવિત થાય છે.
એકવાર એવો પ્રસંગ બન્યો કે દાહોદથી રતલામ તરફ જતી ગાડીના પાટે આલાવાડ નામનું એક સ્ટેશન આવે છે, ત્યાંનો સિગ્નલ પરનો માણસ સિગ્નલ આપવા જતો હતો. ગાડી પૂરજોશમાં આવતી હતી. તે જ પાટાપર એક માલગાડી ઊભી હતી. જો આવતી રેલગાડી પાટા ને બદલે તો બંને ગાડી ભયંકર રીતે અથડાય અને એ અકસ્માતમાં સેંકડો માણસોને જાનહાનિ થાય.
સિગ્નલ આપવાવાળો યથાસમયે ત્યાં પહોંચ્યો. પરંતુ સિગ્નલના થાંભલા આગળ એક કોબ્રાનાગ પોતાની ભયંકર ફેણ પસારીને બેઠો હતો. ક્ષણ બે ક્ષણનો સવાલ હતો. જે કોબ્રાનાગને દૂર કરવા જાય અને સિગ્નલ આપતાં વિલંબ થાય તો સેંકડો માનવો મૃત્યુને શરણ થવા સંભવ હતો. સિગ્નલ આપવાવાળા માણસે એક પળમાં નિર્ણય કરી લીધો કે મારા એકનો જીવ કદાચ જશે પણ આ અકસ્માત નિવારીને સેંકડો માનવો બચી જશે. વળી એવો ઉત્તમ પરોપકારનો અવસર મને ક્યાંથી મળે? તેણે નાગની ફેણ પર પગ મૂકીને સિગ્નલનો સંકેત આપી દીધો કે તરત જ આવતી ગાડીએ પાટા બદલી લીધા અને અકસ્માત થતો બચી ગયો.
આશ્ચર્ય ! આ માણસની શુભભાવનાને જાણે નાગ પામી ગયો હોય તેમ તેણે શાંતિથી સહી લીધું પણ દંશ મારવાની ચેષ્ટા ન કરી, અને ચૂપચાપ દૂર ચાલ્યો ગયો. જુઓ ! અહિંસાપાલનના પુણ્યનું તાત્કાલિક ફળ એ મળ્યું કે તે માનવ સ્વયં બચી ગયો અને સેંકડો માનવોને બચાવવા નિમિત્ત થયો વળી કેટલાય દૈનિક પત્રોમાં તેની પ્રશંસા થઈ. અને લોકોએ પણ પુરસ્કાર આપ્યો.
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
જીવન વિકાસનાં વિસ સોપાન અહિંસા દ્વારા હિંસા પર વિજય મળે છે.
એક પ્રાચીન કથા છે કે મહારાજા પ્રસેનજિતના રાજ્યમાં અંગુલિમાર નામનો ક્રૂર માનવી રોજે સાત સાત હત્યા કરતો હતો. રાજા, પ્રજા બંને તેના ઉપદ્રવથી ત્રાસ પામી ગયાં હતાં. તે સમયે મહાત્મા બુદ્ધ તે પ્રદેશમાં વિહરતા હતા. તેમણે પોતાની અહિંસક શક્તિ દ્વારા તેને સાચા માર્ગે વાળવાનો પ્રયત્ન કર્યો.
તેઓ પદયાત્રા કરીને તે ડાકુની અટવીમાં પહોંચ્યા અંગુલિમારે દૂરથી મહાત્માને જોયા અને પોતાની તલવાર ઉપાડી પણ તેણે જોયું કે એ વ્યક્તિ પાસે બચાવ માટે એક લાઠી પણ નથી. તેથી તે આશ્ચર્યમાં પડ્યો, છતાં આવેશથી ગર્યો કે હે મૂર્ખ ! તું મોતના મોંમાં શા માટે ધસી આવ્યો છે. શું તું જાણતો નથી કે હું માણસોને મારીને તેની આંગળીઓ કાપીને માળા બનાવીને પહેરું છું ? તને તારી આંગળીઓ વ્હાલી નથી શું ? તને ખબર નથી કે આ અટવી ભયંકર ડાકુઓની છે. હું તેમનો સરદાર અંગુલિમાલ છું. મને રોજ નવી નવી આંગળિયોની માળા પહેરવાનો શોખ છે. તેથી મારું નામ પણ અંગુલિમાલ છે. ઠીક, આજે તારી સુંદર આંગળીઓની માળા પહેરવાની તક મને મળશે.
મહાત્મા - હે ભાઈ ! માનવને હાથોની આંગળીઓ સુદત્ય કરવા માટે મળી છે કાપવા માટે મળી નથી.
| ડાકુ - અરે ! તુ મને ઉપદેશ દેવા આવ્યો છું. હમણાં જ તને તેનું પરિણામ બતાવું છું.
મહાત્મા – હે ભાઈ ! હું તો વિશ્વપ્રેમની ભાવના વાળો હોવાથી આત્મરણિતામાં આનંદ માણું છું. તેથી ઈચ્છું છું કે તું પણ મારી જેમ જીવન જીવી જા. જગતને પીડા આપવામાં જીવનની સાર્થકતા નથી પણ જગતના આંસુ લૂછવામાં છે. જેવી તને તારી આંગળિયો વહાલી છે તેવી રીતે સર્વને છે. અન્યની આંગળિયો કાપવાથી તેઓ દુઃખી થાય છે. માટે તું આવું ક્રૂર કાર્ય છોડી દે. શક્તિનો ઉપયોગ અન્યને દુઃખી કરવા માટે નથી પણ સૌનું ભલું કરવા માટે છે.
મહાત્માની અમીદષ્ટિ, વાત્સલ્યમયી વાણીથી અંગુલિમાલ પ્રભાવિત થયો. તેમના ચરણે પડી તે તેમનો શિષ્ય બન્યો બીજે દિવસે રાજા પ્રસેનજિત ઉપદેશ શ્રવણ માટે આવ્યો. ત્યારે તેણે આશ્ચર્ય સહ અંગુલિમાલને મુનિવેશમાં જોઈ તેને પ્રણામ કર્યા જે માનવ-ડાકુથી લોકો ભયભીત થતાં તે જ માનવ જ્યારે અહિંસક બન્યો ત્યારે સૌ તેને પ્રણામ કરવા લાગ્યાં.
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહિંસા
૪૩ દયાળુ અહિંસક વ્યક્તિ કેવળ મનુષ્ય પર નહિ પણ પશુઓ પર પણ દયામય વ્યવહાર કરે છે. વિશ્વવિખ્યાત નાટકકાર બર્નાર્ડશો શાકાહારી હતા અને શાકાહારનું દઢતાપૂર્વક સર્વત્ર સમર્થન કરતા હતા. એક દિવસ તેને કોઈ ભોજન સમારંભમાં જવાનું આમંત્રણ હતું. ભોજન તો સામિષ હતું જે બનશોને ત્યાજ્ય હતું. તેથી તેઓ પીરસેલા પાત્રવાળી જગાનો ત્યાગ કરી એક બાજુએ બેસી ગયા. શોને આમ બેઠેલા જોઈ એક મિત્રે કહ્યું કે મિસ્ટર શો ! જ્યાં નિરામિષ ભોજનની વ્યવસ્થા ન હોય ત્યાં સામિષભોજન લેવામાં કંઈ અયુક્ત ન માનવું. પોતાના ઘરમાં તેમ કરવું ઉચિત છે પણ જાહેર ભોજન સમારંભમાં જે મળે તે ગ્રહણ કરવું.
અહિંસાપ્રેમી શોએ તત્કાળ પ્રત્યુત્તર આપ્યો કે ““મારું ઉદર, ઉદર છે ગટર નથી, એ પેટ છે કબ્રસ્તાન નથી કે જેમાં શબને નાંખવામાં આવે” તે દિવસે શો ભૂખ્યા રહ્યા. આ પ્રસંગ અને તેમના વચનથી તે સમયે સૌ વિચાર કરતા થઈ ગયા. અને શાકાહારનો પ્રચાર થવા લાગ્યો.
એકવાર રાજા અકબરની સવારી જતી હતી. તે માર્ગમાં કેટલીય ગાયો ઊભી હતી. બાદશાહને લાગ્યું કે તે સઘળી ગાયો તેમના સામે જોઈ રહી છે. તેથી તેમણે બીરબલને પૂછયું કે આ ગાયો મારા સામું કેમ જોયા કરે છે ?
સમયાનુસાર વાણીના સદુપયોગ માટે કુશળ બીરબલે કહ્યું કે હે જહાંપનાહ ! આ ગાયો એમ કહે છે કે, અમે કેવળ ઘાસ ખાઈને જીવીએ છીએ. અમે કોઈને સતાવતાં નથી. અમે નથી ચોરી કરતાં, નથી અસત્ય બોલતાં કે કોઈનો વિશ્વાસઘાત કરતાં નથી, વળી અમે મનુષ્યોને દૂધ આપીએ છીએ જેથી મનુષ્યના શરીરનું પોષણ થાય છે. અમારા વાછરડા મોટા થઈને બળદ બનીને ખેતીમાં સહાય કરે છે. અમારા મરણ બાદ અમારી ચામડીનાં પગરખાં બને છે. અમારાં હાડકાંના પાવડર બનાવી માનવ તેનો ઉપયોગ કરે છે. અમે કોઈ હિંદુ મુસ્લિમના ભેદભાવ વગર અમારી સેવાઓ આપીએ છીએ છતાં કયા અપરાધને કારણે અમને કસાઈઓ કાપી નાંખે છે? આ રીતે આ ગાયો આપની પાસે ન્યાય માંગે છે.
બીરબલના મુખથી યુક્તિસંગત વાતનું શ્રવણ કરી બાદશાહ ગદ્ગદિત થઈ ગયો. તેમણે કતલખાનામાં ગોવધબંધીનો આદેશ આપ્યો અને જાહેર કર્યું કે જે ગોવધ કરશે તેને કડક સજા થશે. છતાં આજે સ્વતંત્ર ભારતમાં ગોવધબંધી નો કોઈ કાયદો રહ્યો નથી. આજે આપણે ગૌરવથી કહી શકીએ છીએ કે અહિંસક આંદોલન દ્વારા આ દેશને ગાંધીજીએ અંગ્રેજોથી સ્વતંત્રતા મેળવવા પ્રયત્ન કર્યો હતો અને અંગ્રેજોએ પોતાની ઢબની સ્વતંત્રતા આપણને આપી હતી. આપણે એ જ દેશમાં જીવીએ છીએ !
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વિકાસનાં વિસ સોપાન જેના દિલમાં દયા હોય તે જ અહિંસક બની શકે. મહારાજા સમુદ્રવિજય અને મહારાણી શીવાદેવીના સુપુત્ર અરિષ્ટનેમિ હતા. તે દ્વારકાનરેશ ઉગ્રસેનની સુંદર કન્યા રાજમતી સાથે લગ્ન કરવા જાન સાથે દ્વારકા પહોંચ્યા. રથમાં બેઠેલા કુમાર નગરમાં પ્રવેશ કરતા હતા ત્યાં તેમની નજર એક વાડામાં પુરાયેલાં અને ગભરાયેલાં પશુઓ તરફ ગઈ. વળી તે સૌ ભયભીત થઈ આઠંદ કરતાં હતાં. એનું કારણ પૂછતાં જાણવા મળ્યું કે લગ્નમાં ઉપસ્થિત એવા સામિષાહારીના ભોજન માટે આ પ્રાણીઓનાં ટોળાંને પૂરવામાં આવ્યાં છે.
કુમારનું સંવેદનશીલ હૃદય આ સાંભળીને કરુણાથી ભરાઈ ગયું. આવી ભીષણ હત્યાનું કારણ માત્ર આ લગ્ન છે. તેથી આ હિંસાનો અપરાધ પણ પોતાનો છે તેમ માની તેમણે તરત જ તે વાડાનો દરવાજો ખોલીને પશુઓને મુક્ત કર્યા. દ્રવિત થયેલું મન એટલેથી શાંત ન થયું. તેમણે પોતાના સારથીને આદેશ આપ્યો કે રથ પાછો વાળો હવે હું રાજમતીની સાથે લગ્ન નહિ કરું પણ મોક્ષમતી સાથે લગ્ન કરીશ.
મહાપુરુષોના કથન અને જીવનમાં અંતર હોતું નથી. કુમાર લગ્નમંડપમાં જવાને બદલે પ્રવજ્યા ગ્રહણ કરી જંગલમાં ચાલી નીકળ્યા. અંતે કર્મોનો ક્ષય કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તે પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ભવ્ય જીવોને મુક્તિમાર્ગનો ઉપદેશ આપતા રહ્યા. તે જૈન દર્શનની વર્તમાન ચોવીસીના બાવીસમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમિ થયા.
એવો પ્રસંગ ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના જીવનનો છે. તેઓ રાજકુમાર અવસ્થામાં હાથી પર સવાર થઈને જતા હતા ત્યાં તેમણે નગરીની બહાર કમઠ તાપસને પંચાગ્નિ તપ કરતો જોયો. તેમણે જોયું કે આ તાપસ હિંસાયુક્ત અનુષ્ઠાન કરે છે. તેથી તેને ઉપદેશ આપ્યો કે હે તાપસ ! જ્યાં હિંસા છે ત્યાં ધર્મ નથી. આ તો કેવળ નાટક છે. આથી તાપસ ક્રોધે ભરાયો. અને તેણે રાજકુમારને અપમાનિત કર્યો.
રાજકુમારે કહ્યું કે તે હોમેલાં લાકડાંમાં નાગ-નાગણનું યુગલ બળી રહ્યું છે. તરત જ તેમણે પોતાના સેવકો પાસે તે લાકડાં બહાર કાઢીને ફાડી નંખાવ્યાં તો તેમાંથી દાઝી ગયેલું એક સર્પ યુગલ મૃતપ્રાય અવસ્થામાં નીકળ્યું. રાજકુમારે તેમને ધર્મનું શરણ આપી સદ્ગતિને માટે સહાય કરી.
' अवं खु णाणिणो सारं. जं न हिंसाइ किंचणं ॥ જ્ઞાનીના જ્ઞાનનો સાર એ છે કે તેઓ કોઈ જીવને મારીને દુઃખ આપતા નથી. તેમનો આચાર અહિંસક છે.
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચરણ
૪૫
છે. આચરણ સદાચારી સજ્જનો!
જૈનધર્મમાં આચારનું સવિશેષ મહાભ્ય છે પિસ્તાળીસ જૈનાગમોમાં એક આગમ “આચારાંગ” સૂત્ર છે.
__ ज्ञान क्रियायां मोक्ष : (જ્ઞાન સાથેની ક્રિયાથી મુક્તિ પ્રાપ્ત થાય છે) શ્રી જિને આ સૂત્રનું નિરુપણ કરીને આચરણને જ્ઞાનથી અધિક મહત્ત્વપૂર્ણ ભાખ્યું છે. સંસારમાં દુરાચારી વિદ્વાન કરતાં સદાચારી અવિદ્વાન પ્રતિષ્ઠા પામે છે.
દુરાચારથી આત્મા કલુષિત થાય છે. સદાચાર – શુદ્ધાચરણથી આત્મા પવિત્ર બને છે. એથી મહર્ષિઓએ કહ્યું છે કે :
आचारः प्रथमो धर्म : અધ્યાત્મજીવનમાં જ્ઞાનની પ્રથમ આવશ્યકતા છે તે નિઃસંદેહ છે. છતાં ધાર્મિકતાનો પ્રારંભ પ્રથમ આચારથી થાય છે. દુરાચાર આત્માનું શોષણ કરે છે, સદાચાર આત્માના વિકાસને પોષણ આપે છે.
એક ચિંતકે કહ્યું છે કે ધન ગયું તો ખાસ ગુમાવ્યું નથી. સ્વાથ્ય ગયું તો કંઈક ગુમાવ્યું છે. પણ સદાચાર ગયો તો સર્વનાશ છે.
જેનું ધન નષ્ટ થયું તેનું કંઈ ગયું નથી પણ જેનો આચારભંગ થયો તેનું તો મરણ થયું માનો.
આચરણની શુદ્ધિ માટે સાધકે ઘણી વસ્તુઓની મમતાનો ત્યાગ કરવો પડે છે. સહન કરવું પડે છે. કષ્ટ વિના ઈષ્ટ નહિ, સંસારમાં ધનાભિલાષી માનવો ધનના અલ્પ સમયના સુખ માટે કષ્ટ સહન કરે છે. તો પછી જેના દ્વારા શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે તેવા સદાચાર માટે સાધકે કષ્ટ સહીને પણ સહર્ષ તત્પર રહેવું જોઈએ. મેદાને પડવું પડે છે, તેમાં કેટલું સહન કરવું પડે છે. (રાજકારણમાં રાજ્યસભા કે સંસદનું સભ્યપદ મેળવવા પસીનો પાડવો પડે છે. તથા ધનનો વ્યય કરવો પડે છે. તો પછી શ્રેષ્ઠ પદની, પરમપદની પ્રાપ્તિ માટે ક્રોધ, માન, માયા, લોભ જેવા શત્રુઓ સામે યુદ્ધ કરવું પડે, તપશ્ચર્યા કરવી પડે, પરોપકાર જેવા સત્કર્મ માટે ધનનો ત્યાગ કરવો આવશ્યક છે.
તંબૂરાને ચાર તાર હોય છે, તેમાં ક્રમશ ૫,સા, સા,સા, ધ્વનિ નીકળે ત્યારે ગાયકને શુદ્ધ સ્વરનો આધાર મળે છે. તે પ્રમાણે જીવન સંગીતમાં
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
જીવન વિકાસનાં વિસ સોપાન દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપનું સંતુલન રહે તો જીવને શુદ્ધ ધર્મનો આધાર મળે છે.
લોકો સમાજ સુધારાની વાતોનો પોકાર કરે છે, પણ એ વાત ભૂલી જાય છે કે વ્યક્તિઓ દ્વારા સમાજ બને છે તેથી પ્રથમ જે વ્યક્તિ સુધરે તો સમાજ સુધરે. સમાજમાં કે કુટુંબમાં નાની વ્યક્તિઓ પર વડીલોના સદાચારનો પ્રભાવ પડે છે. વડીલોના સારા સંસ્કારોને બાળકો તરત જ ગ્રહણ કરી લે છે. ઘરનાં બાળકોનો વિનયયુક્ત આચાર જોઈ અનુમાન થઈ શકે છે કે આ ઘરનાં કુટુંબીજનો કેવાં હશે ?
તમે કેટલું બાહ્ય જ્ઞાન ધરાવો છો તે મહત્ત્વપૂર્ણ નથી, પણ તમારું જીવન કેવું છે તેનું મૂલ્ય વિશેષ છે. જ્ઞાન અને શ્રદ્ધાની અપેક્ષા એ આચરણની અધિક વિશેષતા છે. સમયોચિત રૂઢિપાલનના રૂપમાં પ્રતિક્રમણ, સામાયિક આદિ ધાર્મિક ક્રિયાકાંડ કરવા તે માત્ર ઉપચાર છે. પરંતુ સામાયિક કે પ્રતિક્રમણનો મર્મ ઘર કે દુકાનના પ્રત્યેક વ્યવહારમાં જીવંત રહે તે સાચું ચારિત્ર છે.
- સદાચારી આત્મપ્રશંસાથી દૂર રહે છે. પોતે સદાચારી છે તે માટે તેને કદી સોગંદ લેવા પડતા નથી. કે ઢોલ વગાડવાં પડતાં નથી. સાકરને પોતે ગળી છે. તેની બાંગ પુકારવી પડતી નથી. અત્તરને પોતાના પરિચય માટે સોગંદ ખાવા પડતા નથી કે હું સુગંધમય છું. સુગંધ સ્વયં અત્તરનો પરિચય આપવા સમર્થ છે. તે પ્રમાણે સદાચારી વ્યક્તિનું શુદ્ધ આચરણ તેનો પરિચય આપે છે.
જ્ઞાનનું સ્થાન સામાન્યતઃ મસ્તિષ્કમાં મનાય છે તેથી કંઈ ગુરુદેવના મસ્તકને વંદન થતું નથી વંદન તો ચરણોમાં જ થાય, જે આચરણનું પ્રતીક છે. ચાલવાનું કામ ચરણનું છે. આપણે જ્ઞાન અનુસાર ચાલવાનું છે. - અંગ્રેજ પ્રજાની પદ્ધતિ અનુસાર આચરણની શરૂઆત પોતાથી કે પોતાના ઘરથી થવી જોઈએ. દરેક માનવી પોતાના જ પગોથી ચાલીને લક્ષ્ય સ્થાને પહોંચે છે. અન્યના ચાલવાથી પોતાનું કાર્ય સિદ્ધ થતું નથી.
સ્વયં અરિહંતદેવ લોકોને તારવા માટે અસમર્થ છે. તેઓ લોકકલ્યાણનો માર્ગ દર્શાવવામાં કુશળ છે. જે સ્વયં માર્ગ પર ચાલવાનું શરૂ કરે છે તે ભવસાગરનો પાર પામે છે. અર્થાત્ જે આચરણ કરે છે તે પાર પામે છે. શિક્ષિતો પણ જે જ્ઞાનયુક્ત આચરણ કરતા નથી તો તે મૂર્ખ ગણાય છે.
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી ડો. રાધાકૃષ્ણને કહ્યું છે કે ભારતની જનતાને શિક્ષણને બદલે સહ્યારિત્રની વિશેષ આવશ્યકતા છે.
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચરણ
મનુષ્ય જે કંઈ બોલે છે તે પ્રમાણે આચરણ કરતો નથી તે ફળફૂલને બદલે કેવળ ઘાસથી ભરેલા બગીચા જેવો છે.
આચરણની વિશેષતા દર્શાવવાનું કારણ એ નથી કે જ્ઞાન, ધ્યાન કે શાસ્ત્રાભ્યાસ મહત્ત્વહીન છે. તે તે સ્થાને તેનું પણ અત્યંત મહત્ત્વ છે, કારણ કે જ્ઞાનાદિ આચરણને માટે પ્રેરક છે, છતાં તરતમતાની દૃષ્ટિએ વિચારીએ તો શાસ્ત્ર, ધ્યાન અને જ્ઞાનનું મહત્ત્વ ક્રમશઃ અધિકાધિક છે છતાં આચરણનું મહત્ત્વ સર્વાધિક છે. પરમાર્થમાર્ગમાં દર્શન જ્ઞાનના અંશો પ્રગટ્યા પછી, ચારિત્ર દશા પૂર્ણ શુદ્ધ થાય, પછી પૂર્ણ જ્ઞાનદર્શન પ્રગટે છે. અર્થાત્ આચારની શુદ્ધતાનું માહાભ્ય છે.
અજ્ઞાનીઓથી શાસ્ત્રાભ્યાસી શ્રેષ્ઠ છે. શાસ્ત્રાભ્યાસી કરતાં જે શાસ્ત્રો કંઠે કરે તે શ્રેષ્ઠ છે. વળી જે શાસ્ત્રોનું મનન ચિંતન કરી જ્ઞાનને આત્મસાત કરે છે તે સ્વયં જ્ઞાની બને છે. તે શાસ્ત્રોને કંઠસ્થ કરવાવાળા કરતાં પણ શ્રેષ્ઠ છે. છતાં શ્રુતજ્ઞાની કરતાં આચારશુદ્ધ વિશેષ શ્રેષ્ઠ છે.
વળી ઉપદેશ આપવો સરળ છે પણ આચરણ કરવું કઠણ છે. પડોશીનું કુટુંબીજન મૃત્યુ પામે તો આશ્વાસન આપવું સરળ છે, પણ પોતાના સ્વજનનો વિયોગ સહન કરવો કઠણ છે. આંસુ રોકવા કે મનને સમાવવું સરળ નથી. આવી સ્થિતિ કેવળ ગૃહસ્થત્રી – પુરુષોની છે એવું નથી. સાધુજનો પણ સુખદુઃખનો અનુભવ કરે છે કારણ કે તેઓ સાધુ છે, સિદ્ધ નથી.
ચૌદ હજાર સાધુઓના ગુરુ, ભગવાન મહાવીરના નિર્વાણ પછી પ્રથમ ગણધર ગૌતમસ્વામીની કેવી સ્થિતિ થઈ હતી તે આપણે જાણીએ છીએ. તેમણે ભગવાનના નિર્વાણના સમાચાર સાંભળ્યા અને રાતભર વિલાપ કરતા જ રહ્યા, ત્યાં તો ચોથા પ્રહરમાં તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું, તેઓ વિચારવા લાગ્યા કે અરે ! ભગવાન મહાવીરનું શરીર તો નશ્વર હતું તે એક દિવસ છૂટવાનું હતું. વળી તેમના ઉપદેશ વચનોનો જે સહારો છે, તેનાથી જગતના જીવોનું અવશ્ય કલ્યાણ થશે. ખરેખર મારો વિલાપ મોહવશ છે. આંસુ સારવાથી, કે આર્તધ્યાન કરવાથી શો લાભ છે? અરે હું કેવો છું? ભગવાનનો ઉપદેશ શ્રવણ કરતો રહ્યો પણ વિરાગથી દૂર રહ્યો. ધિક્કાર છે મને. આમ તો હું ભગવાન મહાવીરનો પટ્ટશિષ્ય છું. પરંતુ તેમની પાછળની મારી વિલાપયુક્ત બાળચે દર્શાવે છે કે હું રાગી શિષ્ય હતો. થઈ તે થઈ, પણ હવે હું મારી જાતને વિતરાગી બનાવું.
આવા અનેક પ્રકારના વિચાર મંથન દ્વારા તેઓ રાગાદિ ભાવથી
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
જીવન વિકાસનાં વિસ સોપાન આત્યંતિકપણે મુક્ત થઈ કેવળજ્ઞાન પામી કૃતકૃત્ય થઈ ગયા. ભગવાન મહાવીર પ્રત્યેનો પ્રશસ્ત રાગ તેમના સ્વરૂપને પ્રગટ થવામાં બાધક થતો હતો. જૈનદર્શનની આવી અનોખી શુદ્ધતા છે કે પ્રશસ્તરાગ પણ આ માર્ગમાં બાધક થાય છે. એવું બાધક કારણ દૂર થતાં ગૌતમસ્વામી સર્વજ્ઞાની અને સર્વદર્શી થયા. - સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા હતા. તેમની અત્યંત સાદાઈ જોઈને એક સજ્જને હાંસી કરી. તેના જવાબમાં સ્વામીજીએ કહ્યું કે “તમારા દેશમાં સભ્યતાના નિર્માતા દરજી છે, હું જે દેશમાંથી આવું છું તે દેશની સભ્યતાના નિર્માતા વ્યક્તિ નહિ, તેનું આચરણ છે. કેવળ મૂલ્યવાન પોશાકથી તમે ધનવાન છો તેનું પ્રદર્શન થાય છે પણ સભ્યતા અને પોશાકને શું સંબંધ છે ? ચોર, લૂંટારા, વ્યભિચારી કે અત્યાચારી પણ ધનવાન જેવો પોશાક પહેરીને ફરતા હોય છે, તેથી કાંઈ તેઓ સભ્ય સમાજના સજ્જનો મનાતા નથી.
___ पमं नाणं तओ दया દયાનો અર્થ છે આચરણ. જ્ઞાન સહિત આચરણ ન હોવાથી કેવી દુર્દશા થાય છે તે નીચેના દષ્ટાંતથી સમજાશે.
કોઈ એક ગામમાં એક સુંદર ભવન હતું. રાત્રે પતિપત્ની તે ભવનના એક ઓરડામાં સૂતાં હતાં. અર્ધી રાત્રે એક ચોર બારી તોડીને ભવનમાં ઘૂસ્યો. અવાજ સાંભળીને પત્ની નિદ્રામાંથી જાગી ઊઠી. તેણે પતિદેવને જગાડીને ધીરે અવાજે કહ્યું કે તમે જાણો છો?
પતિ - હા. હા, જાગતો છું. કેમ કંઈ ખાસ વાત છે? પત્ની - ઘરમાં ચોર ઘૂસી ગયો છે. પતિ - જાણું છું. પત્ની - એ તિજોરી પાસે જઈને તિજોરી ખોલે છે. પતિ - જાણું છું. પત્ની અરે ! તેણે નોટોના બંડલ લઈને પોતાની થેલીમાં મૂક્યાં. પતિ - જાણું છું. પત્ની - હવે તો તે ઘરની બહાર નીકળીને દૂર ગયો. પતિ - હાં, જાણું છું.
પત્ની - શું જાણું છું, જાણું છું કરો છો. બોલવાનું જાણો છો કે ધનની રક્ષા કરવાનું જાણો છો ? તમારી નજર સામે તે ચોર ધન લૂંટી
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આચરણ
ગયો છતાં કહો છો કે હું જાણું છું. તમારું જાણવું વ્યર્થ છે.
तोड तिजोरी धन लियो
चोर गयो अति दूर जाणुं जाणुं कर रह्यो जाणपणामें धूर.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતના વડોદરા શહેરના સર સયાજીરાવના અધ્યક્ષપણામાં એક સભા ભરાઈ હતી. તેમાં એક મદ્રાસી વિદ્વાનનું તર્કપૂર્ણ પ્રવચન થયું. તેમનો વિષય હતો ‘અહિંસા અને જીવનમાં તેનું મહત્ત્વ.'' પ્રવચનકારની શૈલી અત્યંત રોચક હોવાથી શ્રોતાજનો મંત્રમુગ્ધ થઈને સાંભળતા હતા. ગરમીના દિવસો હોવાથી પ્રવચનકારના મુખ પર પરસેવો થવા લાગ્યો. તેને લૂછવા માટે વક્તાએ પોતાના ખીસ્સામાંથી રૂમાલ બહાર કાઢયો, પરંતુ બન્યું એવું કે ઉતાવળમાં વિસ્મરણ થવાથી ખ્યાલ ન રહ્યો કે ખીસ્સામાં ખરીદેલાં બે ઇંડા હતાં, તે રૂમાલ સાથે બહાર નીકળી પડ્યાં.
૪૯
શ્રોતાઓ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યસહ ખેદ પામ્યા. અરે ! અહિંસાધર્મ પર જોરશોરથી પ્રવચન કરવાવાળો આ માનવ કેવી રીતે ઇંડાનું ભક્ષણ કરી શકતો હશે ?
कहते सो करते नहीं मुँहके बड़े लबार काला मुंह हो जायगा साईं के दरबार
વક્તાની દશા તો અત્યંત ભૂંડી થઈ ગઈ. તે તો લજ્જા પામીને એક ખૂણામાં બેસી ગયા. આખરે અધ્યક્ષ સયાજીરાવને બોલવું પડ્યું કે કહેવા અને કરવાના, કથન અને આચરણના અતિશય અંતરને કારણે આ દેશનો સર્વનાશ થઈ રહ્યો છે.
એક કથા વાચક પંડિતજી પોતાના પ્રવચનમાં રોજે રીંગણા ખાવાના પાપનું નિરૂપણ કરતાં હતા. રીંગણ તામસી છે સ્વાર્થ પ્રધાન માનવીને બનાવે છે.
For Private And Personal Use Only
પ્રવચન પૂર્ણ થતાં સૌ પોત પોતાને સ્થાને જવા લાગ્યા. પંડિતજીને જે કંઈ દક્ષિણા મળી તે લઈને શાકબજારમાં શાક લેવા ગયા. પંડિતજીએ બજારમાં સુંદર રીંગણા જોયાં અને દક્ષિણાની રકમમાંથી રીંગણા ખરીદ્યાં. યોગાનુયોગ ત્યાં એક શ્રોતા પણ આવ્યો હતો. તેણે પોતાની પ્રત્યક્ષ નજરે પંડિતજીને રીંગણા ખરીદતા જોયા. તરત જ તેણે પૂછ્યું ‘‘પંડિતજી આપ
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વિકાસનાં વિસ સોપાન પ્રવચનમાં તો રીંગણાનો ત્યાગ કરવાની પ્રેરણા આપો છો અને આપ સ્વયં જ રીંગણા ખરીદો છો.'
પંડિતજીએ કુશળતા પૂર્વક તકયુક્ત પ્રત્યુત્તર આપ્યો કે “ભાઈ ! જેના વિકારનું વર્ણન કરું છું તે તો પોથીમાંનાં રીંગણા છે. પરંતુ આ રીંગણા તો ખાવા માટે છે. બંને એક સમાન કેવી રીતે હોય?
શ્રોતાની કેવી દશા થઈ હશે તે વિચારી લેવું.
હાથની ચેષ્ટાઓ કરીને અન્યને જોરશોરથી લેકચરો આપવામાં આવે, પણ જો લેકચરાર સ્વયં તેનું પાલન ન કરે તો શું ધર્મકથા કેવળ વ્યાપારની વસ્તુ છે? જે ધર્મઉપદેશક ધર્મકથાને કેવળ ઉદરનિર્વાહનું સાધન માને છે તે સર્વથા અનુચિત છે. જે વ્યક્તિ સ્વયં આચરણથી દૂર રહે છે તેને અન્યને ઉપદેશ આપવાનો કોઈ અધિકાર નથી. કબીર સાહેબે કહ્યું છે કે :
करनी करे सो पूत हमारा कथनी कथे सो नाती रहणी रहै सो गुरु हमारा
हम रहणी के साथी દ્રોણાચાર્ય ગુરુજીએ કૌરવો અને પાંડવોને પાઠ શિખવાડયો કે સત્યંવર | ઘ ચર.”
બીજે દિવસે દરેકે પોતાનો પાઠ ગુરુજી સમક્ષ સંભળાવ્યો. પરંતુ યુધિષ્ઠિર તો મૌન રહ્યા. ગુરુજીએ તેમને ઠપકો આપ્યો. બીજે દિવસે પણ એમ બન્યું. ત્રીજે દિવસે પણ યુધિષ્ઠિર જ્યારે પાઠ બોલ્યા નહિ ત્યારે ગુરુજીએ તેમના ગાલ પર તમાચો લગાવ્યો. ત્યારે યુધિષ્ઠિરે હસતે મુખે જણાવ્યું કે ગુરુજી આપની કૃપાથી મને હવે પાઠ યાદ થઈ ગયો છે. એટલું જ નહિ પણ તેમાં હું ઉત્તીર્ણ થયો છું.
ગુરુજીએ આશ્ચર્ય પૂછ્યું કે તારી વાત મારી સમજમાં આવી નથી, સ્પષ્ટતાથી કહે.
યુધિષ્ઠિર - ક્રોધ ન કરવો તે ધર્મ છે, એ સત્ય છે. પણ મને શંકા હતી કે ક્રોધનો પ્રસંગ બને ત્યારે શાંત રહી શકાય કે નહિ?
તેથી “સત્ય” પાઠની વાસ્તિવક્તાના આધાર પર તે સમયે મેં સત્ય કહ્યું હતું કે મને પાઠ યાદ નથી. પરંતુ બે ગાલ પર બે તમાચા પડ્યા છતાં મને ક્રોધ ન થયો તેથી મારી શંકા દૂર થઈ કે મને પાઠ બરાબર યાદ છે,
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
યુધિષ્ઠિરનો ઉત્તર સાંભળી ગુરુજી અત્યંત પ્રસન્ન થયા બાળપણમાં મળેલા આવા સંસ્કારોને આચરણમાં ઉતારીને તે “ધર્મરાજા યુધિષ્ઠિર” નામે પ્રસિદ્ધિ પામ્યા.
એકવાર મહંમદ સાહેબ પોતાના શિષ્ય સમુદાય સાથે દૂરના પ્રવાસથી આવતા હતા. ગામ બહાર તેઓ આરામ કરી રહ્યા હતા, તે સમયે ત્યાંથી કોઈ વ્યક્તિની શબયાત્રા નીકળી. મહંમદ સાહેબ ત્વરાથી તેના સન્માનમાં ઉપસ્થિત થઈ ગયા.
શિષ્યોએ કહ્યું, હજરત ! આ તો કોઈ યહૂદીની સ્મશાન યાત્રા છે મહંમદ સાહેબે તરત જ જવાબ આપ્યો કે યહૂદી હોવાથી તે શું મનુષ્ય નથી ? તેનું સન્માન કરીને તેમણે સકળ માનવજાતિનું અને માનવતાનું સન્માન કર્યું. મહાપુરુષો પર આચરણનું અધિક ઉત્તરદાયિત્વ છે. કારણ કે સામાન્ય જનતા તેમનું અનુસરણ કરતી હોય છે.
૮. ઈર્ષા સ્પર્ધાળુ સજ્જનો!
એક અપેક્ષાએ ઈર્ષા અને સ્પર્ધાનું સ્વરૂપ અન્યોન્ય મળતું જણાવે છે છતાં તેમાં એવું અંતર છે કે જેનું અંતર મીઠા અને સાકરમાં હોય છે. અન્યનું સુખ જોઈને અંતરદાહ થવો તે ઈર્ષા છે. સ્પર્ધામાં વ્યક્તિ અન્યની સમાન બનવાનો પ્રયાસ કરે છે. અન્યના જેવા ગુણવાન ધનવાન, કે પ્રતિષ્ઠાવાન થવાનો યથાર્થ પ્રયાસ કરવો તે ગુણ છે.
જેમ ક્રોધ કરવાથી ક્રોધી વ્યક્તિનું રક્ત બળે છે. તે પ્રકારે ઈષ્ય કરવાથી ઈર્ષાળુનું રક્ત બળે છે અને મનથી દુઃખ વેઠે છે. વળી પોતાનું દુઃખ દૂર કરવા તે ઈર્ષાને કારણે સુખી વ્યક્તિને દુઃખ પહોંચે તેવો પ્રયાસ કરે છે. એથી પોતે દુઃખી થાય છે અને અન્યને પણ દુઃખી કરે છે. આ એક ભયંકર દુર્ગુણ છે તેનો ત્યાગ કરવો અત્યંતાવશ્યક છે.
ઉત્તમ હેતુ હોય તો તે ઈર્ષા કથંચિત સ્પર્ધારૂપ છે સ્પર્ધા કરવી પણ તેના ફળમાં ઈર્ષા ના કરવી.
કોઈ પુરુષાર્થીએ સુખ સામગ્રી પ્રાપ્ત કરી હોય તો તેના ગુણનો વિચાર કરવો કે તેણે કેવી બુદ્ધિકુશળતા અને પરિશ્રમ દ્વારા સુખસામગ્રી પ્રાપ્ત કરી છે ? મારે પણ સુખસામગ્રી પ્રાપ્ત કરવા તેની જેમ પરિશ્રમ કરવો જોઈએ. તેના બદલે જે અન્યની સંપત્તિ ઉપર લોભવશ તે પડાવી લેવાનો પ્રયત્ન કરનાર ઈર્ષાળુ હોય છે, કે અમાનુષી હોય છે. ઈર્ષાભાવથી બચવા માટે જીવનમાં સાદાઈ કેળવવી જોઈએ.
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
જીવન વિકાસનાં વીસ સોપાન - ચીનના તાઓએ કહ્યું છે કે “લોકોમાં મોટાઈનું પ્રદર્શન છોડી દો ઈર્ષા દૂર ભાગી જશે.”
સામાન્યરીતે મનુષ્યને અન્યની સમૃદ્ધિનો દેખાવ, કિંમતી આભૂષણો, આકર્ષક પોશાક જોઈને ઈર્ષા થઈ આવે છે. તમે ગુણવાન સજ્જન છો તો તેવી વસ્તુનો ત્યાગ કરો, અને “સાદું જીવન તથા ઉચ્ચ વિચાર' અપનાવો. જેથી સામાન્ય માનવ ઈર્ષાની અગ્નિમાં રાખ થઈ જાય નહિ. આ તો થઈ અન્યની વાત પણ તમે સ્વયં ઈર્ષાની આગમાં બળી રહ્યા છો ? કોણ બચાવશે ? તમે જ તમને બચાવી શકશો. તમે તમારા હૃદયમાં તેને સ્થાન આપશો નહિ, બચી જશો.
ઈર્ષા વિવેકની દુશ્મન છે.
अविवेकः परमापदां पदम् અવિવેકને કારણે ઘણી આપદા આવે છે. અવિવેકથી બચવા માટે ઈર્ષાથી બચવું જરૂરી છે. ભગવાન મહાવીરે પણ ઉપદેશ્ય છે કે :
સત્ય વિનીય મો સૂત્ર કૃતાંગ સૂત્ર
સર્વત્ર ઈષ ભાવથી દૂર રહો. ઈર્ષાની સામેનો ગુણ પ્રમોદભાવના છે. અન્યની સુખ સમૃદ્ધિ ગુણ આદિ જોઈ પ્રસન્ન થવું તે પ્રમોદ છે.
જેમ સુંદર પુષ્પોને જોઈને સૌ પ્રસન્ન થાય છે તેમ અન્યને પ્રસન્ન જોઈને તું સુખી થા.
અન્યની પ્રસન્નતાથી જે આપણે પ્રસન્ન થઈએ, અને આપણી પ્રસન્નતા જોઈ બીજા પ્રસન્ન થાય તો કોઈને સ્વર્ગ પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ નહિ થાય. આ પૃથ્વી ઉપર જ સ્વર્ગનો અનુભવ થશે. સ્વર્ગ એટલે સુખથી ભરેલું સ્થાન, દુનિયાને સ્વર્ગ બનાવવા માટે અર્થાત્ સર્વત્ર સુખનો અનુભવ કરવામાં પ્રમોદ ભાવનાને અધિકતર અપનાવવાની જરૂર છે. તે સમય ધન્ય હશે કે જે દિવ માનવમનમાં પ્રમોદભાવના પ્રતિષ્ઠિત થશે. સત્વેષ મૈત્રી ગુણિષ પ્રમોદ”
સ્પર્ધાળુને મહત્ત્વાકાંક્ષા હોય છે તેથી તે પોતાનાથી અધિક ગુણવાન, સમૃદ્ધ કે ઉત્તમ કળાકારને જોઈને સ્વંય તેનાથી અધિક ગુણવાન, સમૃદ્ધ કે અધિક ઉચ્ચ કળાકાર થવાની ચેષ્ટા કરે છે. ઈર્ષાળુ તેનાથી વિપરીત બુદ્ધિવાળો હોય છે. તેથી પોતાની ઈષ શાંત કરવા માટે તે અન્યના પગ
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઇર્ષ્યા
૫૩
ખેંચી તેને નીચે પાડવાનો પ્રયત્ન કરે છે. તે ઘણો અસહિષ્ણુ હોય છે. તે પોતાનાથી નાના હોય તેની સાથે રહી શકશે. કારણકે તે હંમેશાં લઘુતાગ્રંથીથી પીડા પામતો હોય છે, તેથી તે જેની ઈર્ષા કરે છે તેને પોતાનાથી મોટો માની મનમાં બળ્યા કરે છે ઈર્ષા એવો રોગ છે કે તેનો અંત નથી અને ઉપાય પણ નથી.
य ईर्ष्याः परवित्तेषुः रूपे वीर्ये कुलान्चये
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुख सोभाग्य सत्कारे
તસ્ય વ્યાધિરનન્તઃ ॥ વિદુરનીતિ.
જે વ્યક્તિ અન્યના ધન, રૂપ, શક્તિ, વંશ. સુખ, સૌભાગ્ય અને સત્કારની ઈર્ષા કરે છે તેનો આ રોગ અસાધ્ય છે.
લક્ષ્મીની ભગિની દરિદ્રતા છે ઈર્ષાળુ મનુષ્ય પ્રાયઃ દરિદ્રી હોય છે. કારણ કે ‘“લક્ષ્મી ઈર્ષાળુની પાસે રહેતી નથી તે ઈર્ષાળુને પોતાની બહેન દરિદ્રતાને હવાલે કરી દે છે. જો કે રિદ્રતા કોઈ ઇચ્છતું નથી, પરંતુ તેની પેદાશ ઈર્ષામાંથી થાય છે જો ઈર્ષા છૂટે તો દરિદ્રતા છૂટે.
ઈર્ષા એક ટેવ થઈ ગઈ છે. સમાજમાં કોઈ વ્યક્તિને પુરસ્કાર મળે તો કેમ જાણે તેને પાત્ર પોતે છે તેમ માની મોટા ભાગના લોકો તેની ઈર્ષા કરશે, જો વ્યાપારી અધિક કમાણી કરે તો પડોશી વ્યાપારીને અંતરદાહ ઉપડશે. જો દેરાણીના દાગીના ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો જેઠાણી રડશે ખરી પણ જે ચોરાઈ ગયું કે ખોવાઈ ગયું તેને માટે નહિ, પણ દેરાણીના સર્વ દાગીના ચોરાઈ જવાને બદલે થોડાં બચ્યાં હતાં તે માટે. જોયું ઈર્ષાની કેવી ભયંકર લીલા છે.
એક વ્યક્તિ ગુલાબના ફૂલોને ખલમાં ઘસી રહી હતી. ત્યાંથી પસાર થતાં એક દાર્શનિકે પૂછ્યું કે ભાઈ ! આ ફૂલોને કેવા અપરાધની સજા કરી રહ્યો છું ?
ત્યાં એક ગુલાબે જવાબ આપ્યો કે દુનિયા ઘણી ઈર્ષાળુ છે તે કોઈનું ખીલવું કે હસવું જોઈ શકતી નથી, તેથી અમને કચડી નાંખવામાં આવે છે, છતાં અમે તો પહેલા પણ જ્યારે જીવંત હતા ત્યારે લોકોને સુગંધ આપતા હતા, આજે અમને ઘસી નાંખવાવાળાને અમે સુગંધ આપીએ છીએ એટલું જ નહિ પણ અમારું અસ્તિત્વ મિટાવી જ્યારે અમારા રસનું અત્તર બનાવવામાં આવશે ત્યારે પણ અમે તો સુગંધ આપશું કારણ કે અહીં ઈર્ષા નથી કેવળ સુવાસ છે.
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૪
જીવન વિકાસનાં વીસ સોપાન
એક કહેવત છે કે ‘દેવાવાળો આપે અને ભંડારી પેટ ફૂટે' કેમ ભાઈ ! તારું શું ઓછું થાય છે ? તને શા માટે પેટ દુઃખે ? પણ ઈર્ષાળુની ટેવ જ એવી હોય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજી એક કહેવત છે કે પરાયાના દુઃખે થોડો દુર્બળ પણ પરાયાના સુખમાં વધુ દુર્બળ.
નૌતિકારોએ સૃષ્ટિમાં છ પ્રકારની દુઃખી વ્યક્તિને જોઈ છે તેમાં ઈર્ષાળુનું સ્થાન મોખરે છે.
इर्ष्या घृणीत्वसन्तुष्टः
क्रोधनो नित्यङ्कितः ।
परभाग्योपझीवीतीच
હેતે ટુઃસાશિનઃ ॥ મહાભારતમ્
ઈર્ષાળુ, ઘૃણાયુક્ત અસંતુષ્ટ ક્રોધી, શંકાશીલ અને પરાવલંબી એ છ વ્યક્તિ દુ:ખ ભોગવે છે.
એક શેઠને ઘેર એક દિવસ બે પંડિતો આવ્યા, તે બંનેને પોતાના પાંડિત્ય ઉપર ગર્વ હતો. તેઓની પરસ્પર ચર્ચા - વિવાદ સાંભળીને શેઠ પ્રભાવિત થયા. બંને પંડિત એક બીજાના મતનું ખંડન કરી પોતાના મતનું પ્રતિપાદન કરતા હતા. ત્યાં ભોજનનો સમય થતાં શેઠજીએ બંનેને સ્નાનાદિથી નિવૃત્ત થઈ ભોજન માટે વિનંતી કરી.
એક પંડિત સ્નાન માટે કૂવા પર ગયા, તે વખતે બીજા પંડિતે શેઠને ઉદ્દેશીને કહ્યું કે સ્નાન કરવાથી શું લાભ થાય ? માછલીઓ ચોવીસ ક્લાક જળમાં રહે છે તેથી શું તે પવિત્ર બને છે ? જળથી આત્માની શુદ્ધિ માનવવાળો પંડિત નથી ગધો છે.
આ વાત સાંભળીને શેઠજી કૂવા પર ગયા ને તેમણે પ્રથમ પંડિતને કહ્યું કે ઘર પર રહેલા બીજા પંડિત કહે છે કે જળથી આત્મશુદ્ધિ થતી હોય તો માછલી પવિત્ર થઈ જાય. તેના જવાબમાં તમારે શું કહેવાનું છે ?
પ્રથમ પંડિત આ શબ્દ શ્રવણ થતાંની સાથે જ ઈર્ષાથી જળી ઊઠ્યા. તેમણે કહ્યું એ પંડિત બળદ છે. કારણ કે બળદ સ્નાન કરતો નથી. સ્નાનનું મહત્ત્વ મનુષ્ય સમજે છે, બળદ સમજતો નથી.
શેઠજીએ ઘરમાં આવીને રસોડામાં જઈ પોતાની પુત્રીને કાનમાં કંઈ વાત સમજાવી. ત્યાર પછી ત્રણે માટે જમવાની તૈયારી કરી પુત્રીએ શેઠજીને જાણ કરી. ત્રણે જમાવા બેઠા પછી તે કન્યાએ શેઠજીની થાળીમાં ભોજન
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
પીરસ્યું, પ્રથમ પંડિતની થાળીમાં ઘાસ અને બીજા પંડિતની થાળીમાં ભૂસુ
પીરસ્યું.
શેઠજીએ જમવાની વિનંતી કરી કે પંડિતજી ભોજન કરો.
બંને પંડિતો ક્રોધથી આકૂળ થઈને પૂછવા લાગ્યા કે શું આવું અપમાન કરવા અમને ભોજનનું આમંત્રણ આપ્યું છે ?
શેઠજી - મેં તો આપને સુંદર ભોજન માટે જ આમંત્રણ આપ્યું હતું પણ આપે મને તમારો પરસ્પર પરિચય આપ્યો તે પ્રમાણે ભોજનના પદાર્થો પીરસવામાં આવ્યા છે.
પંડિતો – કેવો પરિચય આપ્યો છે.
શેઠજી - અરે ! એટલીવારમાં ભૂલી ગયા? પ્રથમ પંડિત સ્નાન કરવા ગયા ત્યારે તમે કહ્યું કે તે તો ગધો છે, અને પ્રથમ પંડિતને કૂવા પર મળ્યો ત્યારે તેમણે કહ્યું તમે બળદ છો. તેથી તે પ્રમાણે ભોજન પીરસ્વામાં આવ્યું છે. આ વાત સાંભળી બંને પંડિત નીચું જોઈને ચાલતા થયા.
પંડિતો એકબીજાને જોઈને કૂતરાની જેમ ભસવા માંડે છે તેનું કારણ ઈર્ષા છે. આવા એક દુર્ગણવશ તે પંડિતોને લજ્જિત, અપમાનિત તથા સુધિત રહેવું પડ્યું. ઈર્ષાળુઓની આવી દયનીયદશા જોઈને તે વૃત્તિને નિર્મૂળ કરવાનો દઢ સંકલ્પ કરવો અત્યંતાવશ્યક નથી લાગતું?
હેમૂ શ્રાવકનું દૃષ્ટાંત - બાદશાહે હેમૂ શ્રાવકની કુશળતા જોઈ તેને નાણામંત્રીનું પદ પ્રદાન કર્યું હતું. બાદશાહ હિસાબમાં અંશ માત્ર ભૂલ જેતા તો તેની સજારૂપે હિસાબનું તે પાનું ખાવાનો આદેશ આપતા આથી કોઈ નાણામંત્રી તરીકે રહેવા તૈયાર થતું નહિ. હેમૂ આ વાત જાણતા હતા તેથી ખૂબ સાવધાની થી હિસાબ રાખતા હતા. એક દિવસ કોઈ કારણસર તેમને બહાર જવાનું થયું. તેથી તેઓ પોતાના સચિવને હિસાબ બતાવવાનું કામ સોંપીને ગયા. હિસાબમાં કંઈ પણ ભૂલની સંભાવનાથી ભયભીત સચિવને એક ઉપાય તેઓ બતાવી ગયા હતા.
બીજા દિવસે સચિવ હિસાબ બતાવવા ગયા તેમાં એક ભૂલ પકડાઈ ગઈ. બાદશાહે હિસાબનો કાગળ ખાઈ જવાનો આદેશ આપ્યો. સચિવ તો જાણે મિઠાઈ ખાતા હોય તેમ કાગળ ખાઈ ગયા, આથી બાદશાહને આશ્ચર્ય થયું.
બાદશાહે પૂછ્યું અરે ! આટલી સહેલાઈથી તમે કાગળ ખાઈ શકો છો ?
સચિવ – હેમૂજી એ મને સલાહ આપી હતી કે તમારે કાગળના માપ
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
જીવન વિકાસનાં વીસ સોપાન
અને આકારની રોટલી બનાવી તેના પર હિસાબ લખીને જવું. રોટલી ખાવામાં શું મુશ્કેલી હોય !
બાદશાહ હેમૂની બુદ્ધિ કુશળતા પર પ્રસન્ન થયા તેમણે ભરી સભામાં હેમૂની પ્રશંસા કરી. આથી ઈર્ષાથી પ્રજ્વલિત થયેલા બે મુલ્લા કહે ‘આવું સમાધાન તો અમે પણ કરી શકીએ. આપ અમારી પરીક્ષા કરી શકો છો.’
બાદશાહ – ભલે હું તમારી પરીક્ષા કરીશ, તેમાં જે ઉત્તીર્ણ થશે તેને હું પ્રધાનમંત્રીનું પદ આપીશ તે પરીક્ષામાં હેમૂજી પણ હાજર રહેશે.
મુલ્લાજી - ભલે આપ પરીક્ષા કરો અમે તેનો જવાબ આપીશું. બાદશાહ હું એ જાણવા માંગુ છું કે એવું કેવું કાર્ય છે કે જે હું કરી શકું છું પણ ભગવાન કરી શકતા નથી ?
સવાલ સાંભળી સૌ ક્ષોભ પામી ગયા કારણ કે એના જવાબમાં ન રાજા ને કે ન ભગવાનને અપમાનિત કરી શકાય ઉત્તર સૂતો ન હતો. આથી પોતાની મૂંછ ઊંચી રાખવા તેઓએ ચોવીસ ક્લાકનો સમય માંગ્યો,
મુલ્લાજીએ આખી રાત જાગરણ કરીને કુરાનના પાનાં ઉથલાવી નાંખ્યાં પણ વ્યર્થ, જવાબ ન મળ્યો. આખરે તેમણે જવાબ શોધવાનું પડતું મૂક્યું, અને મનમાં કલ્પના કરીને ખુશ થયા કે આનો જવાબ હેમૂજી પણ શોધી નહિ શકે અને તેથી તે ખરેખર ફસાઈ જશે. કારણ કે તેના જવાબમાં ક્યાં તો રાજા કે ક્યાં તો ભગવાનનું અપમાન થવા સંભવ છે. અને જો તેમ થશે તો ફાંસીની સજા પામશે જેથી ઠંડા પાણીએ ખસ જશે. અને અમારો માર્ગ કાયમ માટે સાફ થશે.
આવી કલ્પનામાં રાચતા મુલ્લા દરબારમાં પહોંચ્યા હેમૂજી પણ ત્યાં
હાજર હતા.
બાદશાહ - ચોવીસ ક્લાકની મર્યાદા જવાબ માટે પૂરી થઈ સવાલનો જવાબ આપો. સર્વ મુલ્લાજી ચૂપચાપ નીચું જોઈને બેસી રહ્યા.
આખરે બાદશાહે હેમૂજી પ્રત્યે સૂચક દૃષ્ટિ કરી.
હેમૂજી - જહાંપનાહ ! આપ આપના રાજ્યમાંથી કોઈને દેશનિકાલ કરી શકો છો પણ ભગવાન એ કાર્ય કરી શકતા નથી, કારણ કે આપનું શાસન સીમિત છે. ભગવાનનું શાસન તો સર્વ જગત છે. તે કોઈને દેશ નિકાલ કરીને ક્યાં મોકલે ?
હેમૂજીનો બુદ્ધિની કુશળતાપૂર્વકનો પ્રત્યુત્તર સાંભળી બાદશાહ પ્રસન્ન થયા અને તેમનું બહુમાન કરીને પ્રધાનમંત્રીની પદવી આપી. નાણામંત્રીની
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
ખાલી પડેલી જગા પર મુલ્લાજીને મૂક્યા. છતાં હેમૂજીની પદોન્નતિ મુલ્લાજી સહી ન શક્યા નાણામંત્રીએ અન્ય પ્રતિષ્ઠિત મુલ્લાઓનો સાથ લઈ બાદશાહ પાસે એક પ્રસ્તાવ માન્ય કરાવી લીધો. તે અનુસાર હિન્દુઓ અને ખાસ કરીને જૈનો ઉપર ભારે કરવેરો દાખલ કરવામાં આવ્યો. જે કર ભરી ન શકે તેને જેલમાં પૂરવામાં આવ્યા. પૂરી જેલ શ્રાવક ગૃહસ્થોથી ભરી દીધી.
શ્રાવક હેમૂને આ હકીકતની જાણ થતાં ઘણું દુઃખ થયું પીડિત નાગરિકોને સહાય કરવી તે તેની ફરજ હતી. તે કંઈક ઉપાય વિચારવા લાગ્યા ઈર્ષાળુ મુલ્લાઓ ખુશ થતા હતા, કે હેમૂજી તેમના શ્રાવકોને છોડાવી શકવાના નથી અને તેથી તેના જાતિભાઈઓ પણ હેમૂજી પર નારાજ થશે કે પ્રધાનમંત્રી હોવા છતાં તે કંઈ કરી શકતા નથી અને જો તે તેમને બચાવવા પ્રયત્ન કરશે તો બાદશાહ નારાજ થશે અને તેને પદભ્રષ્ટ કરશે. બહુ ચતુર હતો ને બહુ ફસાયો.
હવે એવું બન્યું કે બાદશાહ જ્યારે શિકાર કરવા જતા ત્યારે પોતાની રાજમુદ્રા પ્રધાનમંત્રીને સોંપીને જતા, તે અવસર નો લાભ લઈ હેમૂજીએ એક કાગળ પર રાજમુદ્રાની છાપ મારી આદેશ કાઢ્યો કે કર ન ભરનાર જે અપરાધીને જેલમાં પૂરવામાં આવ્યા છે તેમને મુક્ત કરવા. રાજમુદ્રાની છાપવાળા આદેશનો અમલ ન કરવાનું સાહસ કોણ કરે ? તેથી સર્વ અપરાધીઓને મુક્ત કરવામાં આવ્યા.
જ્યારે બાદશાહ શિકાર કરીને પાછા આવ્યા ત્યારે ઈર્ષાળુ મુલ્લાઓએ બાદશાહને જણાવ્યું કે જહાંપનાહ ! આપની રાજમુદ્રાનો દુરુપયોગ કરી હેમૂએ શ્રાવકોને જેલમાંથી કર વસૂલ કર્યા વગર મુક્ત કર્યા છે.
આ વાત સાંભળી બાદશાહ ક્રોધાવેશમાં આવી ગયા. તેમણે હેમૂને બોલાવી આક્રોશસહિત કહ્યું હે નાલાયક ! તને મેં રાજમુદ્રા એટલા માટે આપી હતી કે તું તેનો દુરુપયોગ કરીને અપરાધીઓને મુક્ત કરે ? તું આનું પરિણામ જાણે છે ? તારે કેવળ પ્રધાનમંત્રીપદનો જ ત્યાગ કરવો પડશે એટલું જ નહિ પણ આ દેહનો ત્યાગ કરવો પડશે. તારે તારા બચાવ માટે કંઈ કહેવાનું છે?
હેમૂ - જહાંપનાહ ! હું જાણું છું કે મેં આપનું લૂણ ખાધું છે તેથી આપની સાથે દગો કરવો ઉચિત નથી. વળી વિશેષપણે તો હું આપનું ક્યારે પણ બૂરું થાય તેવું ઈચ્છતો નથી. જે નાગરિકો જેલમાં હતા તે સર્વે અહર્નિશ આપનું ભલું ઇચ્છતા ન હતા. તેઓ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે આ શાસનનો સત્યાનાશ થાઓ હું આપનો સેવક છું. આપની
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
જીવન વિકાસનાં વીસ સોપાન શાસનસત્તાનું રક્ષણ કરવું એ મારી ફરજ છે. તેથી મેં આ સર્વ જેલવાસીઓને મુક્ત કર્યા છે. તેઓ મુક્ત થઈને તરત જ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન ! અમારા બાદશાહ પર કૃપા કરજે એમનું શાસન સુરક્ષિત રાખજે, વળી કહેવા લાગ્યા કે અમારા બાદશાહ ઘણા સજ્જન છે, હવે કહો કે મે સારું કર્યું છે કે ખોટું કર્યું છે.
આ સાંભળી ભલા કોણ ખુશ ન થાય? તેમાં રાજાઓને તો રીઝતાં કે ખીજતાં વાર નહિ. બાદશાહ હેમૂની વાત સાંભળી ખુશ થયા અને પ્રધાનમંત્રી હવે આગળની પદવી તો હતી નહિ તેથી તેના વેતનની વૃદ્ધિ કરી. સદ્દબુદ્ધિ દ્વારા ઈષ હાર પામે છે એ વાત આ દૃષ્ટાંતથી સિદ્ધ થાય છે.
૯. ઉદારતા વિશાલ હદથી મહાનુભાવો!
હૃદયની વિશાળતામાં ઉદારતાનો નિવાસ હોય છે અને સંકુચિતતામાં કંજૂસાઈ નિવાસ કરે છે.
अयं निजः परो वेति, गणना लघुचेतसाम् । उदारचरितानां तु
वसुधैव कुटुम्बकम् ॥ આ મારું છે કે આ તારું છે તે સંકુચિત મનવાળો વિચારે છે. જેનું ચરિત્ર ઉદાર છે તેને માટે તો સારી પૃથ્વી એક કુટુંબ સમાન છે.
વૃક્ષ પ્રત્યે દૃષ્ટિ કરો તે કંઈ જ ભેદભાવ વગર પશુ-પક્ષીઓને આશ્રય આપે છે. મુસાફરોને પોતાની છાયામાં વિશ્રામ આપે છે. પત્થર ફેંકવાવાળાને ઉદારતાપૂર્વક ફળ આપે છે.
તિસ્વલ્લુવરનું કથન છે કે - “ઉદાર વ્યક્તિનો વૈભવ ગામની મધ્યમાં ફળોથી લચી પડતા વૃક્ષ જેવો છે.” જે પ્રકારે તે ફળયુક્ત વૃક્ષનો ઉપયોગ ગામજનતા સહેલાઈથી કરી શકે છે તે પ્રકારે ઉદાર વ્યક્તિની વૈભવ સંપત્તિનો ઉપયોગ લોકો સરળતાથી કરી શકે છે.
ઉદારતા અધિક વસ્તુ દેવા માત્રમાં નથી, પણ યોગ્ય સમયે, યોગ્ય રીતે, યોગ્ય સ્થાને જ્યાં જેટલું આપવા જેવું, ખર્ચવા જેવું છે તે પ્રમાણે કરવામાં છે. ઉદારતા એટલે ઉડાઉ નહિ, તે વ્યર્થ ખર્ચ કરતો નથી અને
જ્યાં દેવાની જરૂર છે ત્યાંથી પાછીપાની કરતો નથી કે વાયદા-વિલંબ કરતો નથી.
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદારતા
પ૯
कृतापराधेऽपिजने, कृपामन्यर तारयोः ।
इसबाष्यार्दयोर्भद्रम्, श्रीवीरखिज न नेगयोः ॥ અપરાધ કે અપકાર કરનાર પર પણ જેની દ્રષ્ટિ કરુણાભીની રહે છે. (ઉપસર્ગ કરનાર સંગમ પર પ્રભુના કરુણાભીનાં નેત્રોઆર્દ્ર બન્યા) ભિજાયેલાં પ્રભુનાં નેત્રો કલ્યાણકારી થાઓ.
ભગવાનના નેત્રોમાં દુઃખને કારણે અશ્રુબિંદુઓ પડ્યાં ન હતાં પણ સંગમ આવું દુષ્કૃત્ય કરીને અધોગતિ પામશે, અને ઘણું કષ્ટ ભોગવશે તેવી તેમાં કરુણા, ઉદારતા અને વત્સલતા હતી.
આપા, આપો” એમ ત્યાગી અને યાચક બંને કહે છે. પરંતુ ઉતાવળમાં તેઓ જોતા નથી કે આપવા યોગ્ય વસ્તુ છે કે નહિ.
યાચકને તો એ વિચારવાની જરૂર નથી કે દાતાની પાસે વસ્તુ છે કે નહિ, અને દાતા પણ એનો વિચાર કરતા નથી.
જો તમે સ્વયં લક્ષ્મીનું ઉપાર્જન કર્યું છે તો તે તમારી પુત્રી સમાન છે, જો પિતાજીએ તે તમને આપી છે તો તે તમારી ભગિની છે. અને જે તમને અન્ય કોઈએ આપી હોય તો તે પરસ્ત્રી છે. હવે વિચાર કરો કે તેનો ભોગ કેવી રીતે થાય. ત્યાગ કરવાની વાતનો હંમેશાં વિચાર કરવો.
યાચકની આકૃતિ જાણીને તેની આવશ્યકતા પ્રમાણે તેના મનોરથ પૂરા કરે છે, તે દાતા ધન્ય છે. તે કોઈના કટાક્ષ વચનો પ્રત્યે લક્ષ્ય આપતો નથી.
त्याग भोग विहीनेन, धनेन धनिनो यदि ।
भवाम् किं न तेनैव, धनेन धनिनो वयम् ॥ ત્યાગ અને ભોગથી રહિત જે કદાચ ધનથી ધનવાન હોય તો અમે તેને ધનવાન કહેતા નથી, તો પછી એવા ધનથી આપણે કેમ ધનવાન નહિ? ધન હોય અને દાન ન કરે અથવા ભોગવે નહિ તો પછી તેને ધન વગરને ધનવાન માનવો ?
જે ત્યાગ અને ભોગથી દૂર રહે છે તે કંજૂસ છે. કંજૂસની પાસે ધન હોય છે તો ઉદારતા નથી હોતી, અને નિર્ધન ની પાસે ઉદારતા હોય છે તો ધનનો અભાવ હોવાથી તે ઉદારતાનો ઉપયોગ કરી શકતો નથી, એથી એક કવિએ કહ્યું છે કે : ““હે વિધાતા ! જો તું મને ધન આપવા માંગતો હોય તો તે ન આપતો પણ મારા હૃદયમાં જે ઉદારતા છે તે તું ધનિકને આપી દે તો તેમાં કર્તવ્ય પૂર્ણ થશે.”
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
so
જીવન વિકાસનાં વીસ સોપાન કપણ અને દાતાની સમાનતા કેમ હોય ? પરંતુ જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ તે ઉક્તિને ચરિતાર્થ કરવા એક સુભાષિત છે.
लुब्धो न विसृजत्यर्थं : नरो दारिद्र्यशङ्कया ।
दातापि विसृजत्यर्थं, ननु तेनैव शङ्कया ॥ कुवलयानन्दः ગરીબીની આશંકાથી લોભી ધનનો ત્યાગ કરતો નથી પણ એવી આશંકાથી પ્રેરાઈને દાતા ધનનો ત્યાગ જરૂર કરે છે અર્થાતુ ગરીબી સ્વીકારે છે.
દાતા વિચાર કરે છે કે પૂર્વજન્મમાં દાન કર્યું હશે તેના પ્રભાવથી આ જન્મમાં ધનપ્રાપ્તિ થઈ છે. જો આ જન્મમાં પ્રાપ્ત ધનનો સદ્ઉપયોગ નહિ કરું તો વળી ભવિષ્યમાં નિર્ધનતા પ્રાપ્ત થશે.
कृपणेन समो दाता न भूतो न भविष्यति ।
અસ્પૃશવ વિતરિ, ૪ઃ સ્વઃ પ્રથતિ છે કવિતામૃતકૂપ. કિંજૂસથી મોટો કોઈ દાતા થયો નથી, થશે નહિ, જે પોતે પ્રાપ્ત કરેલું ધન ભોગવ્યા વગર જ અન્યને માટે મૂકતો જાય છે.
અર્થાત્ એ પોતાને હાથે તે ધનનો ત્યાગ ભોગ કરી શકતો નથી પણ તેના મૃત્યુ પછી તેનું સંપૂર્ણ ધન અન્ય પાસે જાય છે. તેણે ઘણું કષ્ટ કરી બચાવેલા ધનનો ધણી કોઈ ભાગ્યવાન થાય છે.
જેની પાસે ધન છે તે સુકૃત્યમાં તેનો ત્યાગ કરતો નથી તો જગતમાં તે મૂખ્ત ગણાય છે. કારણ કે તે કેવળ ધનનું ઉપાર્જન, રક્ષણ અને અંતે વિયોગનું દુઃખ સહન કરે છે. પૃથ્વી પણ આવા માનવોના ભારનો અનુભવ કરે છે.
યાચકની મનઃકામના પૂર્ણ કરવામાં જેનું જીવન વ્યતીત થતું નથી, તેનો ભાર ભૂમિને વહન કરવો પડે છે, તેને જેટલો ભાર વૃક્ષોથી, પહાડથી કે સમુદ્રથી લાગતો નથી તેટલો ભાર કૃપણોથી લાગે છે.
ગુજરાતમાં જન્મ ધારણ કરનાર માઘ તેમના કવિત્વથી પણ અધિક તેમની ઉદારતાથી પ્રસિદ્ધ હતા. નામ જેવી ગુણવાન લક્ષ્મી નામે તેમની પત્ની હતી. પતિની ઉદારતામાં તેની અધિક સહાયતા હતી.
એક દિવસ તેમના દ્વાર પર યાચકે પ્રાર્થના કરી કે હે મહોદય ! હું બહુ દૂરથી આવ્યો છું. મારી કન્યાના શુભવિવાહ છે તમે મને કંઈ સહાયતા કરો.
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉદારતા
૬૧
એ દિવસોમાં મહાકવિ પાસે વિશેષ સંપત્તિ ન હતી. છતાં કોઈ યાચકને નિરાશ કરવો તે તેમની પ્રકૃતિ વિરુદ્ધ હતું. તેઓ ઘરમાં ગયા તેમની પત્ની આરામ કરતી હતી. ભરનિદ્રામાં સૂતેલી પત્નીના હાથેથી સોનાની બંગડી ઉતારીને તેમણે બહાર ઊભેલા યાચકની મનોકામના પૂરી ફરી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જો કે જ્યારે તેઓ બંગડી ઉતારતા હતા ત્યારે લક્ષ્મીદેવી નિદ્રાથી મુક્ત થઈ ગયાં હતાં, છતાં પોતે આંખ બંધ કરીને પડી રહ્યાં. તેઓ જોતાં હતાં કે પતિ બંગડી કાઢીને શું કરે છે. જ્યારે તેને કાને શબ્દો પડ્યા કે ‘લો આ બંગડી લઈ જઈ આપની કન્યાનો વિવાહ ખર્ચ કરજો, તે સમયે લક્ષ્મીદેવી સહસા બહાર આવ્યાં અને પેલા યાચકને અવાજ કરી પાછો બોલાવ્યો, અને બીજા હાથની બંગડી કાઢીને આપતાં કહ્યું ‘ભલા એક બંગડીથી કંઈ કન્યાનો વિવાહ થતો હશે ? આ બીજી બંગડી પણ લેતો જા’ ધન્ય ઉદારતા.
-
યાચક આ ઉદાર દંપતિને પ્રણામ કરી વિદાય થયો છતાં તે નિર્ણય પર આવી શક્યો નહિ કે આ બંનેમાં અધિક ઉદાર કોણ ?
ગુજરાતમાં એકવાર ઘોર દુષ્કાળ પડ્યો. તેને દુર્ભિક્ષ પણ કહે છે. ઘણી કઠિનતાથી ભિક્ષા મળે તે કાળને દુર્ભિક્ષ કહે છે.આવા દુષ્કાળથી વ્યથિત થઈ માથે પોતાની પત્નીને કહ્યું કે ઃ
:
भिक्षा दुर्भिक्षे पतति दुखस्थ कथमृणम् लभन्ते कर्माणि द्विजपरिवृढान्कारयतिक ? अदत्त्वेव ग्रासं ग्रहपति रसावस्तमयते,
कवयाम ? किं कुर्मो ? गृहिणि! गहनो जीवन विधिः
આ દુષ્કાળમાં ભિક્ષા મળતી નથી. આપણા જેવા નિર્ધનોને ઉધાર પણ કોણ આપે ? અમારા જેવા શ્રેષ્ઠ બ્રાહ્મણોને નોકરી પર પણ કોણ રાખે ? આ સૂર્ય પણ અમને અન્ન મળે તે પહેલાં અસ્ત પામી જાય છે તે પણ કંઈ સહાય કરતો નથી. આપણે બંને દિવસભર ભૂખ્યાં રહીએ છીએ.ક્યાં જઈએ ! શું કરીએ ? હે લક્ષ્મી ! હવે જીવન ટક્યું દુર્લભ છે.
આ સાંભળી પત્નીએ સલાહ આપી કે થોડા દિવસ માટે આ નગરી છોડીને ધારાનગરીમાં જતા રહીએ ત્યાં રાજા ભોજ ઘણા ઉદાર છે, તે કવિઓનું ઘણું સન્માન કરે છે. ત્યાં આ કપરા દિવસો સરળતાથી પસાર
થશે.
પત્નીની સલાહ માની બંને ધારાનગરી પહોંચી ગયાં. ત્યાં જઈને
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ર
www.kobatirth.org
જીવન વિકાસનાં વીસ સોપાન
નગર બહાર એક બગીચામાં તેઓ રહ્યાં હતાં. બીજે દિવસે કવિએ પોતાની પત્નીને એક શ્લોક લખી આપી રાજા ભોજ પાસે મોકલી.
મહારાજે શ્લોક વાંચ્યો :
ચંદ્રથી વિકસિત થતો કમળોનો સમૂહ શોભાહીન થયો છે. અને સૂર્યથી વિકસિત થતો કમળોનો સમૂહ ખીલી ઊઠ્યો છે. ઘુવડની પ્રસન્નતા નષ્ટ થઈ છે કારણ કે તે રાત્રે જ જોઈ શકે છે, અને ચક્રવાક પસન્ન છે. કારણ કે સૂર્યનો ઉદય થઈ રહ્યો છે અને ચંદ્ર અસ્ત પામ્યો છે. દુર્ભાગ્યશાલિઓની સ્થિતિ અતિ વિચિત્ર થઈ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાતઃકાળનું વર્ણન કરવાની સાથે કવિએ એમાં ગર્ભિતપણે એમ જણાવ્યું હતું કે તમે સૌભાગ્યશાળી છો અને અમે દુર્ભાગ્યશાળી છીએ. આપ સુખેથી ભોજન પામો છો અમને ભોજન મળતું નથી. આશ્ચર્યની વાત સાથે ખેદ પણ હતો. બંને અર્થ દર્શાવવા માટે આખરની પંક્તિમાં ‘હી' અવ્યય નો એક અનોખો પ્રયોગ કર્યો હતો. મહારાજા ભોજ પણ કવિ હતા તેઓ આ શ્લોકના શ્રવણથી પ્રસન્ન થયા, તત્કાળ તેમણે એક લાખ સુવર્ણમુદ્રાઓ લક્ષ્મીદેવીને પુરસ્કારસ્વરૂપ આપીને કહ્યું કે હું કાલે સ્વયં મહાકવિના દર્શન માટે આવીશ.
લક્ષ્મીદેવી રાજ્યના એક સેવક પાસે સોનામહોરનો થેલો ઉપડાવીને જતાં હતાં, અને માર્ગમાં જે કોઈ યાચક મળે તેને સોનામહોર આપતાં હતાં. તેનાં પરિણામે જ્યારે તેઓ બગીચામાં પહોંચ્યાં ત્યારે થેલામાં એક પણ સોનામહોર બચી ન હતી. ખાલી હાથ જોઈને કવિએ પૂછ્યું ‘શું રાજા ભોજને મારું કાવ્ય પસંદ આવ્યું નહિ ?
લક્ષ્મીદેવી - અરે ! આપનું કાવ્ય કોને પસંદ ન આવે ? રાજા ભોજ તે કાવ્ય વાંચીને પ્રસન્ન થયા અને કાલે આપના દર્શન માટે અહીં સ્વયં પધારશે તેવું વચન પણ આપ્યું છે.
કવિ - જો રાજા પ્રસન્ન થયા તો પછી કંઈ પુરસ્કાર આપ્યો નહિ ? મેં તો સાંભળ્યું હતું જો તેમને કોઈ શ્લોક પસંદ આવે તો તે પુરસ્કારમાં એક લાખ સોનામહોર આપે છે તમને કંઈ જ આપ્યું નથી ?
-
પત્ની - કેમ ન આપે ? તેમની ખ્યાતિ અનુસાર રાજાએ મને એક લાખ સોનામહોરો પુરસ્કારમાં આપી હતી. પરંતુ માર્ગમાં તમારું નામ લઈને અનેક યાચક મળતા હતા. હું તેમને મુદ્રા આપતી ગઈ તેથી જ્યારે અહીં પહોંચી ત્યારે એક પણ મુદ્રા બચી નહિ.
કવિ
ધન્ય ! તું મારી સાચી સહધર્મચારિણી છું. પત્ની પતિના
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદારતા
૩
ધર્મમાં સહયોગી રહે છે. દાન મારો ધર્મ છે. તેમાં સંપૂર્ણ સહયોગ આપીને તેં સહધર્મચારિણીનું કર્તવ્ય નિભાવ્યું છે. આપણે ઘણા દિવસથી ભૂખ્યાં છીએ. એક દિવસ વધારે થશે તો તેમાં કંઈ માથે પહાડ તૂટી પડવાનો નથી. દરિદ્રતારૂપી અગ્નિને બૂઝવવા માટે આપણી પાસે સંતોષરૂષી જળ છે, તે વાસ્તવિક ધન છે. તારી ઉદારતાથી હું ઘણો પ્રસન્ન થયો છું. છતાં એક દુઃખ જરૂર છે.
ગરીબીની આગનું દુ:ખ તો સંતોષજળથી શાંત થઈ ગયું પરંતુ દ્વાર પર આવેલા યાચકોની આશા પૂર્ણ કરી નહિ શકાય તેનું દુઃખ કેવી રીતે શાંત કરવું ? આવી વ્યથામાં તે મહાન દંપત્તીએ દિવસ પૂરો કર્યો.
બીજે દિવસે રાજા ભોજ બગીચામાં આવ્યા. તે સમયે કવિ ‘શિશુપાલવધમ્’ શીર્ષકનું એક મહાન કાવ્ય રચી રહ્યા હતા. કવિએ તેમાંના કેટલાક અધ્યાય રાજા ભોજને સંભળાવ્યા. મહારાજ અત્યંત પ્રસન્ન થયા. તેમણે શીઘ્રતાથી મહાવિ માટે એક સુંદર ભવન બગીચામાં બનાવી આપ્યું અને નિવેદન કર્યું કે આપ હવે નિશ્ચિંતતાપૂર્વક મહાકાવ્ય પૂર્ણ કરો. આ એક જ કાવ્યથી આપની પ્રશંસાને દુનિયામાં પ્રસિદ્ધિ મળશે. તમારો યશ અમર રહેશે. સંસ્કૃત કવિઓમાં આપનું સ્થાન મોખરે રહેશે. સંસ્કૃત કવિઓમાં પ્રસિદ્ધિ મળશે. તમારો યશ અમર રહેશે. કવિનું સન્માન કરી મહારાજા વિદાય થયા.
થોડા દિવસ શાંતિથી પસાર થયા પછી એક દિવસ કવિએ પત્નીને કહ્યું કે ભૂખથી પીડિત કોઈ યાચક દૂરથી આપણા ભવનની તપાસ કરીને આવી રહ્યો છે. તેને ભિક્ષા આપવા માટે આપણી પાસે કંઈ પદાર્થ છે ?
લક્ષ્મીદેવીએ અશ્રુભીની આંખોથી પ્રત્યુત્તર વાળ્યો કે ‘નથી', એવો શબ્દ ક્યારે મુખમાંથી નીકળ્યો નથી, ઉદારતાવશ વાણીમાં તો ‘હા' છે પણ ચંચળ અને વ્યથિત ચક્ષુ ‘નથી’ કહી રહ્યાં છે. પત્નીની આ ચેષ્ટા જોઈને કવિએ ‘કહ્યું કે:
अर्या न सन्ति न च मुञ्चति मां दुराशा त्यागान्न संकुचित दुर्ललितं मनो मे । याच्याच लाघवकरी स्ववधेच पापम् प्राणाः स्वयं ब्रजत किं नु विलम्बितेन ?
મારી પાસે ધન નથી અને મને દુરાશા છોડતી નથી. મારા કાવ્યથી પ્રસન્ન થઈને લોકો મને ધન આપ્યા કરશે તેવી આશા મારા મનમાં રહ્યા કરે છે. મારું મન ત્યાગના ભાવથી ક્યારે પણ સંકુચિત નહિ થાય. યાચના
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪
જીવન વિકાસનાં વિસ સોપાન કરવામાં લઘુતા લાગે છે. અને આત્મહત્યા કરવામાં મહાપાપ છે. તેથી તે પ્રાણો ! તમે સ્વયં વિદાય લો, વિલંબ કરવાથી શું લાભ થવાનો છે?
આવા વ્યથિત ઉદ્ગાર સાંભળીને પેલો યાચક પોતે ચાલી ગયો. તેને જતો જોઈને મહાકવિ બોલી ઊઠયા :
व्रजत व्रजत प्राणों अर्थिनि व्यर्थतां गते । पश्चादपि हि गन्तव्यम्
कव सार्थः पुनरीदशाः ? વાચકને નિરાશ થઈને પાછા જવું પડે છે તો તે પ્રાણો ! તમે પણ વિદાય લો. પછી પણ જવું જ છે તો પછી આજના જેવો સાથ પુનઃ ક્યારે મળશે ? (આયુષ્ય પૂર્ણ થયે તો જવાનું છે)
આશ્ચર્ય ! અને ખરેખર અંતિમ શ્લોક પૂર્ણ થતાંની સાથે કવિનો અંતિમ શ્વાસ છૂટી ગયો. દાનની ઉદારતાનું આવું અનુપમેય દૃષ્ટાંત વિશ્વમાં શોધવા જતાં મળશે નહિ. આવી ઉદારતાનો સતાંશ પણ જે જીવનમાં ચરિતાર્થ થાય તો જીવન આનંદની સુવાસથી મહેંકી ઊઠે તે નિશ્ચિત છે.
૧૦. કર્તવ્ય કર્તવ્ય પ્રેમીઓ!
માનવજીવનમાં જેટલા સદ્ગુણો છે તે સર્વ કર્તવ્યપાલન માટે છે.
એ મધુરતાનો જે અનુભવ કરે છે તે સદા કર્તવ્ય પરાયણ હોય છે. કર્તવ્ય તથા પ્રેમ વચ્ચે જ્યારે સંઘર્ષ થાય છે ત્યારે તે કર્તવ્યને અગ્રિમતા આપે છે. કર્તવ્યપાલન માટે તે પ્રેમનું બલિદાન આપે છે. વળી તે ફળાકાંક્ષી હોતો નથી. તેને કર્તવ્ય પાલનમાં આનંદની અનુભૂતિ થાય છે.
આપણે જે પ્રકૃતિ પ્રત્યે દૃષ્ટિપાત કરીશું તો આપણને ખ્યાલ આવશે કે દરેક પદાર્થો પોતાના કર્તવ્યનું નિયમથી પાલન કરે છે. પૃથ્વી સર્વ પદાર્થોને ધારણ કરી રહી છે. જળ સર્વની તૃષા છિપાવે છે. અગ્નિ ભોજન પકાવે છે. હવા શ્વાસોચ્છવાસ દ્વારા પ્રાણીઓને જીવંત રાખે છે. વૃક્ષ, ફળ, ફૂલ, છાયા તથા સુગંધ આપે છે. ચંદ્ર રાત્રે પ્રકાશ રેલાવે છે અને સૂર્ય દિવસે સર્વત્ર પ્રકાશ આપી સર્વ પ્રાણીઓને સક્રિય કરે છે. તો પછી મનુષ્ય શું હાથ જોડીને બેસી રહેશે? તેણે પણ પોતાનું કર્તવ્યપાલન કરવું જોઈએ. જે આપણે સત્યનિષ્ઠાથી પોતાનું કર્તવ્યપાલન કરીશું તો નિશ્ચય આપણું ભાવિ ઉજ્વળ બનશે.
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કર્તવ્ય
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવા યોગ્ય કાર્ય અથવા આપણે કંઈ કરવું જોઈએ તે કર્તવ્ય છે.
ઘણા માણસો કહેતા હોય છે કે અમારે શું કરવું ? તે પ્રશ્નનો કોઈ એક ઉત્તર ના હોઈ શકે. પરિસ્થતિના આધાર પર કર્તવ્ય નિર્ભર છે. પરિસ્થિતિ સંયોગવશાત્ ભિન્ન ભિન્ન હોય છે તેમ કર્તવ્ય પણ ભિન્ન ભિન્ન હોય છે. ‘મન્તવ્યનું રાખવષે |
(સામાન્ય વ્યક્તિએ) રાજપથ પર ચાલવું.
विद्याहीनं गुरुं त्यजेत । त्यजेत्क्रोधमुखीं भार्यामु निः स्नेहात् बांधवोस्त्यजेत् ॥
Fr
કોઈવાર તેમાં અપવાદ હોઈ શકે. જેમ અતિવર્ષાને કારણે રાજમાર્ગ પર જવું મુશ્કેલ થઈ જાય તો વિદ્વાન પણ કોઈવાર તે માર્ગનો ત્યાગ કરી અન્ય માર્ગ શોધી લે છે. ત્યાગ એક કર્તવ્ય છે પણ તે ક્યારે, કેમ અને કઈ વસ્તુનો કરવો તે અગત્યનું છે. ચાણક્યનીતિમાં કહ્યું છે કે - નેક્રર્મ दयाहीनम्
દયારહિત ધર્મનો, વિદ્યા રહિત ગુરુનો, ક્રોધમુખી પત્નીનો અને પ્રેમરહિત બંધુઓનો ત્યાગ કરવો જરૂરી છે.
ધર્મનું પાલન આવશ્યક છે પણ જે ધર્મમાં ક્રૂરતાનું નિરૂપણ હોય તેવા યજ્ઞો તથા દેવીઓને પ્રાણીઓનો ભોગ આપવામાં આવે તે ધર્મ નથી, તેનો શીઘ્રતાથી ત્યાગ કરવો, તે કર્તવ્ય છે.
ગુરુજનોની સેવા કરવી કર્તવ્ય છે. જે ગુરુમાં ગુરુત્વ, સમભાવ કે જ્ઞાન ન હોય, જે આપણી જિજ્ઞાસાનું સમાધાન કરી ન શકે તેવા ગુરુનો ત્યાગ કરવો તે કર્તવ્ય છે.
પત્નીનું પાલન કરવું તે કર્તવ્ય છે. જે પત્ની ક્રોધી હોય, દિનરાત જેનું મુખ દિવેલિયું કે ફૂલેલું રહેતું હોય, સાધારણ વાતમાં પણ ઝઘડા કરતી હોય તો તેનો ત્યાગ કરવો.
For Private And Personal Use Only
સગાં, સ્વજન, કુટુંબીઓને આપણા પ્રત્યે સ્નેહ ન હોય તો તેનો પણ ત્યાગ કરવો તેમ શાસ્ત્રકારોએ કહ્યું છે.
आव नहीं आदर नहीं
नहीं नयन में नेह । तुलसी तहां न जाइओ कंचन वरसे मेह ॥
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વિકસનાં વીસ સોપાન ગૃહસ્થોનો ધર્મ છે કે તેણે માતા, પિતા, પત્ની ને નાના પુત્રાદિ, પરિવારનું ભરણપોષણ કરવું જોઈએ. પોતાની આવકના પ્રમાણમાં ખર્ચ કરવું જોઈએ.
કહેવત છે કે જેટલી આપણી ચાદર તેટલી સોડ તાણવી. પોતાની કમાણી પ્રમાણે ખર્ચ કરવું, ઉધાર લેવું નહિ. ઉધારી માલ હલકો હોય, ઓછા તોલસળો આપે તો પણ લેવો પડે. રોકડી ખરીદીમાં માલ સારો અને પૂરતો મળે, ઉધાર લેવામાં તમારી ગરજ હોય છે. રોકડથી લેવામાં દુકાનદારને ગરજ હોય છે.
“ધનાનુ ગોગનુચિઃ | ધન અને શ્રદ્ધાને અનુરૂપ ત્યાગ - ધન કરવું જોઈએ. साईं इतना दीजिये जाये कुटुम्ब समाय ।
मैं भी लूखा न रहूं, साधु न भूखा जाय. ॥ कबीरदासजी. હે ભાઈ તું સમતુલા રાખીને ત્યાગ કરજે કે જેથી તારું કુટુંબ પણ સુખેથી જીવે. હું ભૂખ્યો ન રહ્યું અને સાધુ પણ ભૂખ્યો ન રહે.
અન્યને સુખી કરવા પોતાની ઝૂંપડી સળગાવી મારવાની જરૂર નથી, શ્રદ્ધામાં ભાવુકતા હોય છે, તેના આવેશમાં વ્યક્તિને પોતાની મર્યાધ રહેતી નથી. માટે શ્રદ્ધાની સાથે સંયમની જરૂર છે.
પ્રતિપાલાનુષ વવનકુલ સ્લેવ છે કુશળ વક્તા પોતાની સર્વ શક્તિ દ્વારા વિષયનું પ્રતિપાદન કરે છે. પોતાના વિષયને અનુરૂપ શબ્દ ઉચ્ચારે છે. વિષયાંતર થતાં નથી એવા વક્તા સભામાં પોતાનું સ્થાન દીપાવે છે અને વક્તાપર કે શ્રોતાપર ? પ્રભુત્વ જમાવે છે. તે સર્વત્ર સન્માન પામે છે. તેવું વક્તાનું કર્તવ્ય છે.
જે વાણી પોતાને, અન્યને, વિદ્વાનોને, ઈર્ષાળુને તથા અશિક્ષિતોને પણ આકર્ષણ કરવામાં સમર્થ હોય તેવા વક્તાએ સભામાં પ્રવચન કરવું યોગ્ય છે. વાણી કોમળ અને મધુર હોવી જોઈએ.
__ अग्निदाहादपि विशिष्टं वाकमारुप्यम्
કઠોરવાણી આગથી પણ અધિક બળે છે. આગથી દાઝેલું શરીર મલમપટ્ટીથી ઝાય છે પણ કઠોરવાણીથી દાઝેલા હૃદય માટે કોઈ મલમપટ્ટી નથી. તેનો ઉપાય દુર્લભ છે.
તમે ભલે સ્લવાર કાઢો (કારણ કે તેના પ્રકારનો ઉપાય સંભવ છે)
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કર્તવ્ય
છ
પરંતુ ક્રોધને જિહ્વા દ્વારા પ્રગટ થવા ન દો. સમજી વિચારીને એવી વાણી બોલો કે જે સાંભળવામાં મધુર અને હિતકારી હોય.
जैसी बानी बोलिये, मनका आपा खोय,
औरन को शीतल करे, आप हु शीतल होय.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપા = અહંકાર. મનમાંથી અહંકાર દૂર કરીને એવી વાણી ઉચ્ચારો કે જેનાથી અન્ય જીવોને શાંતિ મળે અને તમને પોતાને પણ શાંતિ મળે.
જીવનના દરેક કાર્યમાં કુશળતા જોઈએ તે રીતે વાણી બોલવામાં કુશળતા જોઈએ. યુદ્ધના મેદાનમાં જેવી સાવધાની જોઈએ તેટલી સાવધાની જીવનના હરેક ક્ષેત્રમાં રાખવી પડે છે. મહાત્મા ટોલસ્ટોયનું કથન છે કે: ‘‘માનવજીવન એક યુદ્ધક્ષેત્ર છે.''
અંગ્રેજોનો સમય હતો એક અધિકારીનો ઘોડો ખોવાઈ ગયો. તેનો સિપાઈ ઘોડો શોધવા બજારમાં ફરતો હતો. એક દુકાનદારને તેણે પૂછ્યું કે ‘તમે અહીંથી કોઈ ઘોડાને જતા જોયો છે ?'' દુકાનદારે સહાનુભૂતિપૂર્વક યથાર્થ જવાબ આપ્યો - ‘હા, હમણાં થોડીવાર પહેલાં એક ઘોડો અહીંથી ગયો હતો.’’
સિપાઈ – ‘તો હવે તમે મારી સાથે ચાલો અને બતાવો કે ઘોડો પછી અહીંથી કઈ બાજુ ગયો અને આગળ ક્યાં ગયો ?''
દુકાનદાર દુકાનમાં એકલો હતો તે દુકાન છોડીને કેવી રીતે જાય ? તેણે પોતાની મુશ્કેલી જણાવી પણ એ જમાનામાં સિપાઈઓ પોતાને અંગ્રેજ અધિકારીથી ઉતરતા માનતા ન હતા. તેમની સંખ્યા ચાર હતી. અને હાથમાં ડંડો હતો, તેથી તેણે કડકાઈથી કહ્યું કે ‘તમારે મારી સાથે આવવું જ પડશે. નહિ તો આ દંડાથી તમારા શરીરના હાડકાં પાસળાં ખોખરાં થઈ જશે.’’
દુકાનદારે વિચાર કર્યો કે મારી ભલાઈનું આ લોકોને કંઈ જ મૂલ્ય નથી, તેમને અન્યની સગવડ અગવડનો કંઈ વિચાર નથી, તેમને કેવળ તેમનો સ્વાર્થ જ વહાલો છે. પણ મારે સમજદારી પૂર્વક કામ લેવું પડશે. તેથી તે તેમની સાથે જવા તૈયાર થયો.
-
દુકાનદાર - તમે જે ઘોડો શોધો છો તે સફેદ હતો ?
સિપાઈ - હા. હા. સફેદ હતો.
દુકાનદાર – તેના માથા પર બે શિંગડાં હતાં ?
સિપાઈ – અરે મૂર્ખ ? ઘોડાને માથે શિંગડાં હોતા નથી તેં જરૂર કોઈ બળદ જોયો લાગે છે ?
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Fe
જીવન વિકાસનાં વીસ સોપાન
સિપાઈઓ થોડા ખિજાયા જરા ઠંડો દુકાનદારને અડાડ્યો પણ ખરો, છતાં આગળ ચાલતા થયા. દુકાનદારને હાશ થઈ. પોતાના સ્વાર્થની રક્ષા માટે બુદ્ધિનો ઉપયોગ તેણે આ પ્રકારે કર્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે વ્યક્તિ પરમાર્થરૂપ સ્વાર્થ સિદ્ધ કરવા માંગે છે તેણે પોતાની દૃષ્ટિ સૌ પ્રથમ નિર્મળ કરવી જોઈએ. આ સ્વાર્થ એટલે આત્માર્થ. તે પોતાના દોષ જોશે અને અન્યનાં ગુણો જોશે.
શ્રીકૃષ્ણના જીવનનો એક પ્રસંગ છે. એકવાર શ્રીકૃષ્ણ ની સવારી દ્વારકા નગરીના એક માર્ગ પર પાંડવોની સાથે જતી હતી. તે માર્ગ પર એક મૃત કૂતરાનું શબ પડ્યું હતું. તેના પર જીવાત ઊડી રહી હતી. ભયંકર દુર્ગંધ ફેલાતી હતી. પાંડવો નાક પર રૂમાલ ઢાંકીને આગળ વધી ગયા, પરંતુ શ્રીકૃષ્ણ તો તે શબ પાસે થોડી ક્ષણ ઊભા રહ્યા, અને પ્રસન્ન થઈને
આગળ વધ્યા
પાંડવોએ પ્રસન્નતાનું કારણ પૂછ્યું તો કહે કે ‘‘હું તો કૂતરાના મુખની દંતપંક્તિ જોઈ રહ્યો હતો. તે કેવા ઉજ્વલ મોતીના ઘણા જેવી હતી ? દુર્ગંધ પ્રત્યે તો મારો ખ્યાલ પણ ગયો નથી.
દુનિયામાં આપણને જે કોઈ પદાર્થ દેખાય કે આપણે તેના સંયોગમાં આવીએ ત્યારે તેમાં અનુકૂળતાથી પ્રસન્ન થવું તે કેવળ બુદ્ધિપૂર્વકનું કાર્ય છે અને પ્રતિકૂળતાથી દુઃખી થવું તે કેવળ મૂર્ખતા છે.
નિર્મળ ને વિમળ બંને સહોદર બંધુ હતા. તેઓ કોઈ બગીચામાં ફરતા હતા. થોડીવાર પછી નિર્મળ આંખમાં આંસુ સારતો ઘેર પહોંચ્યો તેની માએ પૂછ્યું ‘બેટા તને પગમાં કાંટો વાગ્યો છે ? શું થયું છે ?''
નિર્મળ - ‘નહિ મા''
મા—તો પછી શા માટે રડે છે ?
નિર્મળ - મા, બગીચો તદ્દન ખરાબ છે. ત્યાં હું ગુલાબના છોડ પાસે ગયો ત્યારે સુંદર ખીલેલા ગુલાબના પુષ્યોની નીચે એટલા બધા તીક્ષ્ણ કાંટા ઓ હતા કે તે જોઈને મને રડવું આવ્યું.
થોડીવાર પછી વિમલ એ જ બગીચામાંથી હસતે મુખે ઘેર આવ્યો માએ તેના હસવાનું કારણ પૂછ્યું. તેણે કહ્યું ‘મા બગીચો ખૂબ સુંદર છે. ત્યાં મેં જોયું કે તીક્ષ્ણ કાંટાઓની વચમાં પણ ગુલાબ હસી રહ્યા હતા. તેથી હું પણ પ્રસન્ન થઈ ગયો. માને નિર્મળે જે વાત સમજાવવી હતી તે વિમલે સમજાવી.
માએ બંને બાળકોને પ્યારથી સમજાવ્યું કે આપણું દૈષ્ટિબિંદુ વિમલની
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્તવ્ય
૬૯ જેમ આશાપૂર્ણ હોવું જોઈએ. નિર્મળની જેમ નિરાશા પૂર્ણ નહિ. વસ્તુ એક જ છે તે જોઈને એક હસે છે એક રડે છે. આપણે ફૂલોમાં કાંટા જોવાના નથી પણ કાંટામાં ખીલેલાં ફૂલોને જોવાનો અભ્યાસ કરવાનો છે. તેમાં બુદ્ધિનો સદુઉપયોગ છે અને તે જ કલ્યાણકારી છે. - ઉદાહરણાર્થ વકીલની કમાણી બુદ્ધિ પર આધારિત છે. તે નિર્દોષની રક્ષા માટે છે પણ સ્વાર્થી વકીલ તેનો ઉપયોગ અપરાધિઓની રક્ષા માટે કરે છે. કારણ કે તેમાં તેને અધિક ધન પ્રાપ્તિ થાય છે. મહાત્મા ગાંધી જ્યારે બૅરિસ્ટર થયા ત્યારે તેમણે નિયમ લીધો હતો કે તેઓ કદાપિ અસત્ય મુકદ્દમાઓનું કામ કરશે નહિ. જેમાં નિર્દોષ વ્યક્તિ ફસાઈ જાય તેવા મુકદમાઓને તે અસત્ય માનતા હતા નિર્દોષ વ્યક્તિઓની રક્ષા કરવી તે સજ્જન વકીલનું કતર્થ છે. તે જ પ્રમાણે અપરાધીઓને સજા આપવી તે પણ કર્તવ્ય છે.
ઇંગલેન્ડમાં એક ઘટના બની કે એક વ્યક્તિએ કોઈની હત્યા કરી. મરનારની પત્નીએ પોતાની ફરિયાદ સેશન કોર્ટમાં નોંધાવી. પણ કોઈ પુરાવો ન મળતાં હત્યારો નિર્દોષ છૂટી ગયો. તેથી તે મહિલાએ ઉપલી કોર્ટમાં અપીલ કરી, છતાં તે હારી ગઈ. ત્યાં પણ હત્યારો નિર્દોષ ઠર્યો.
મહિલા નિરાશ થઈ ગઈ. તે આર્થિક રીતે સંપન્ન હતી. હત્યારો નિર્દોષ છૂટે તેમાં તે સંતોષ માની લે તેમ ન હતું. તેણે મોય મોટા બેરિસ્ટરોને આગળ અપીલ કરવા સંપર્ક સાધ્યો. મુકદમો લડવા ઘણી કિંમત આપવા તે તૈયાર હોવા છતાં પુરાવાના અભાવે તેની ફરિયાદ આગળ ચલાવવા કોઈ તૈયાર ન હતું કારણકે સેશન કોર્ટ અને હાઈકોર્ટમાં તે હત્યારો નિર્દોષ છૂટ્યો હતો. અને હજી પણ તે નિર્દોષ છૂટે તો બૅરિસ્ટરોની કીર્તિ ઘટે. અંતમાં તેને કોઈએ ભારતના બૅરિસ્ટર પં. મોતીલાલ નેહરુનું નામ સૂચવ્યું. તેમને આમંત્રણ આપવું એટલે ઈગ્લેંડના બૅરિસ્ટરોનું હળાહળ અપમાન મનાય છતાં મહિલાએ લાચારીથી પણ પંડિત મોતીલાલને કેસ લડવાને માટે જે કિંમત ચૂકવવી પડે તે માન્ય રાખી આમંત્રણ આપ્યું.
– આ કેસ પ્રીવી કાઉન્સીલ સુધી પહોંચ્યો હતો. પંડિત મોતીલાલ ત્યાં ગયા. તેમણે ફાઈલ મેળવી અને તરત જ જોયા વગર પાછી મોકલી.
સમય થતાં કેસની સુનાવણી શરૂ થઈ. પંડિતજી રોજ સમયસર પહોંચી ચૂપચાપ બેસીને સર્વ કાર્યવાહી જોયા કરતા અન્ય બૅરિસ્ટરો માનતા કે બિચારા ભારતીય બૅરિસ્ટર છે. તેની સમજમાં કંઈ આવ્યું જણાતું નથી. તેથી મૌન બેસી રહ્યા છે. મહિલા પણ મુંઝાતી હતી. કારણ કે આ મુકદ્દમા માટે આખરી કોર્ટ હતી, પછી તો સર્વ વાત કેવળ ઈશ્વરને હવાલે હતી.
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વિકાસનાં વીસ સોપાન આખરે જજે જાહેર કર્યું કે સુનાવણીનો અન્તિમ ચુકાદો છે. આજે કોઈપણ પક્ષને જે કહેવું હોય તે કહી શકે છે.
મહિલા અને તેના સહાનુભૂતિ વાળા સૌની આશાભરી મીટ પંડિતજી તરફ હતી પણ તેઓ સૌ નિરાશ થયા કારણ કે પંડિતજીનું એ જ મૌન.
બીજે દિવસે ભરી સભામાં જજે નિર્ણય જાહેર કર્યો કે જે પહેલાં બન્યું હતું. હત્યારો નિર્દોષ જાહેર થયો, તેને મુક્ત કરવામાં આવ્યો.
મહિલા અત્યંત દુઃખી થઈ. તેની આંખોમાંથી ચોધાર આંસુ ટપકી પડ્યાં બરાબર તે જ સમયે પંડિતજી ઊભા થયા. જાણે આગ લાગી ગયા પછી કૂવો ખોદવાનો હોય ? તે ધીરેથી જ્યાં હત્યારો ઊભો હતો ત્યાં ગયા તે તો આજે ખૂબ ખુશ હતો. કારણ કે તે ખૂની હોવા છતાં નિર્દોષ છૂટ્યો હતો. પંડિતજીએ તેની સાથે હાથ મિલાવીને તેને ધન્યવાદ આપ્યા અને કહ્યું કે “પરમાત્માનો આભાર માન કે તું નિર્દોષ છૂટી ગયો છું. પણ ભવિષ્યમાં કદી આવી ભૂલ પુનઃ કરતો નહિ.
હત્યારો - હું કંઈ એવો મૂર્ખ નથી કે આવી ગંભીર ભૂલ પુનઃ કરું? ત્યાં હાજર રહેલા સર્વ લોકોએ આ વાક્ય સાંભળ્યું. તે વખતે પંડિતજીએ જોરથી કહ્યું “લોર્ડ સાહેબ! શું આનાથી પણ અન્ય સાક્ષીની જરૂર છે ? તે પોતાના મુખથી જ કહે છે કે હું આવી ભૂલ પુનઃ નહિ કરું? તે પોતાના અપરાધની ગંભીરતા સ્વીકાર કરે છે.
પૂરી વાત બદલાઈ ગઈ. કાનૂન સાબિતી મળે તેના પર આધારિત છે. અપરાધ પોતે જ પ્રત્યક્ષ છતો થયો. હત્યારો સદોષ ઠર્યો તેને મૃત્યુ દંડની સજા મળી. મહિલાનું કાર્ય સિદ્ધ થયું તે અત્યંત પ્રસન્ન થઈ. ઈગલેડના બૅરિસ્ટરો ભારતીય બૅરિસ્ટરની બુદ્ધિકૌશલ્યતા પર ખુશ થયા, પંડિતજીએ પોતાનું અને દેશનું નામ ઉજ્જવળ કર્યું.
આ છે બુદ્ધિનો સદુપયોગ, તેને માટે માનસિક તત્પરતા તથા પ્રમાદરહિત મનોદશા આવશ્યક છે. આક્રોશ કે અધીરજથી બુદ્ધિ કાર્યકારી થતી નથી. પ્રમાદવશ બુદ્ધિ પણ વિશ્રામ કરે છે.
પ્રમાદવશ જીવો પ્રવચનમાં રાતની કસૂર કાઢવા આરામથી નિદ્રા લેતા હોય છે. વળી અધિનિદ્રાવસ્થામાં જે કોઈ શબ્દોનું શ્રવણ થયું તો તેનો આશય સમજવા વગર હાંકે રાખે છે. એક મનોરંજન કરે તેવું ઉદાહરણ છે.
એક વૈદ્યરાજના માતાજી નિયમિતપણે પ્રવચન શ્રવણ માટે જતાં હતાં. ગુરુદેવ પ્રવચનમાં પુનઃ પુનઃ જોરથી ઉચ્ચાર કરતા કે:
સમાં નીયમ મા પમાય”
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુરુમહિમા
૧
આ વૃદ્ધાને વચમાં થોડી નિંદ ઊઠતી વળી પાછી સમાધિ લાગી જતી. પ્રવચનમાં ગુરુદેવે શું કહ્યું તેનું તેને કંઈ ભાન ન હતું. પણ જરા આંખ ખુલતી ત્યાં શબ્દો કાને પડ્યા ગોયમ! મા—અને વળી ઝોલું જોર કરી જતું. તંદ્રાવસ્થામાં શ્રવણ થયેલા શબ્દો બદલાઈ જાય. તેથી તે વૃદ્ધા સમજતી કે, ગુરુદેવને કંઈ દર્દ જણાય છે તેથી પ્રવચનમાં ‘ઓય મા’ કરીને ચીસો પાડે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકવાર તેણે ઘરે જઈને પોતાના પુત્રને સમજાવ્યો કે તું વેઘરાજ થઈને થોડું પરોપકારનું કામ કર, તો તારું ભલું થશે. વૈધ - પરોપકારના રૂપમાં મારે કોને ઔષધ આપવાનું છે, તમારા ધ્યાનમાં હોય તો કહો.
-
વૃદ્ધા આપણા ગામમાં ઉપાશ્રયમાં જે સાધુ શાસ્ત્રો પર પ્રવચન
આપે છે તેમના પેટમાં દરદ છે. તે વચમાં વચમાં પીડાથી બોલે છે
ઓય મા’
વૈદ્યરાજ ઉપાશ્રયમાં ગયા, સાધુજીની નાડી પરીક્ષા કરી, સાધુએ કહ્યું કે ‘“મને તો પેટમાં કંઈ દરદ નથી'' વૈઘરાજે કહ્યું કે ‘“મારી મા કહે છે કે તમે પ્રવચનમાં વચ્ચે દરદની પીડાથી ‘ઓય મા' કરીને બૂમો મારો છો. તેથી મને આપને માટે ઉપચાર કરવા મોકલ્યા છે.’’
ગુરુદેવ સર્વ હકીકત સમજી ગયા. તેમણે વૈઘરાજને સહસ્ય સમજાવ્યું કે, તમારી માતા પ્રવચનમાં નિદ્રાવસ્થામાં ગોયમ ! મા-ને બદલે ‘ઓય મા’ સાંભળી લે છે. તેમાંથી આ ભ્રમણા ઉત્પન્ન થઈ છે. પ્રવચન એ જીનવાણી છે તેનું શ્રવણ પ્રમાદરહિત કરવું જોઈએ. સમય ગોયમ મા પમાદ એ પૂરું વાક્ય શ્રવણ કરતાં નથી અને ગોયમ મા... સાંભળીને તેમને આ ભ્રમ થયો છે. માટે શ્રવણ અવધાન પૂર્વક કરવું.
૧૧. ગુરુમહિમા
ગુરુ સેવકો !
નમસ્કાર મંત્રમાં પરમાત્મા સિદ્ધદેવ જે સર્વાંશે કર્મ રહિત છે છતાં પરમગુરુ તરીકે શ્રી અરિહંતને પ્રથમ નમસ્કાર કરવામાં આવ્યા છે.
જૈનધર્મ અનુસાર ગુરુ કે ભગવાન કોઈના પર નારાજ થતા નથી, કારણ કે તેઓ રાગદ્વેષથી રહિત છે. તેથી આપણે કંઈ સંકોચ કરવાનું કારણ નથી છતાં ગુરુ વિના જ્ઞાનપ્રાપ્તિની સંભાવના નથી માટે ગુરુમહાત્મ્યનો સ્વીકાર અત્યાવશ્યક છે.
ગુરુ એ જ્ઞાનગંગા છે, તેનું ઝરણું નિરંતર વહ્યા કરે છે. સાધકોના
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર
જીવન વિકાસનાં વીસ સોપાન પ્રશ્નોનું સમાધાન થાય છે. સમસ્યાઓ ઉકલે છે. અવળી સવળી બને છે. આખરે તેઓ મોક્ષમાર્ગ પ્રત્યે વાળે છે. આવો ગુરુમહિમા સાધકને માટે પર્યાપ્ત છે.
यह तन विषकी वेलडी गुरु अमृत की खान । सीस दियां जो गुरू मिले
तो भी रस्ता जान ॥ ગુરુદેવ પાસે તમે તત્ત્વજિજ્ઞાસાથી પ્રશ્ન લઈને જઈ શકો છો. પરંતુ તે પ્રશ્ન પ્રદર્શન માટે હશે તો તમને સ્વદર્શન પ્રાપ્તિની કોઈ સંભાવના નહિ રહે. ભગવાન મહાવીરને કે શ્રીકૃષ્ણને કોઈએ પ્રશ્ન પૂછ્યા નથી. કેવળ ગૌતમસ્વામી અને અર્જુન દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યા તેના ઉત્તર તેઓએ આપ્યા તે આપણે જાણીએ છીએ. પરંતુ સવાલ એ છે એ ઉત્તરદાતા મહાપુરુષોના મનમાં કંઈ પ્રશ્નો ઊઠયા હતા કે નહિ? પ્રશ્ન તો અવશ્ય ઊઠયાં હશે. પણ તે જ્યાંથી ઊઠ્યા ત્યાંથી જ તેમણે સમાધાન પ્રાપ્ત કર્યું હતું. જો મન વિષય-કષાયથી રહિત નિર્મળ હોય તો પોતાની શંકાઓનું નિરાકરણ સ્વયં થઈ જાય છે ચર્મચક્ષુથી જગત જણાય છે. અંતરચક્ષુથી આત્મા અનુભવાય છે.
દેણની દૃષ્ટિ સૂક્ષ્મ હોવી જોઈએ તે આત્માની વાત પૂછે, દેહની નહિ. કુરાનમાં કેટલા અક્ષર છે? ગીતામાં કેટલા શ્લોક છે? બાઈબલનો અનુવાદ કેટલી ભાષામાં થયો છે? ભગવતી ગ્રંથમાં કેટલા શ્લોક છે? આવા સ્થૂલ પ્રશ્નોનો આત્મા સાથે કોઈ સંબંધ નથી. એ ધર્મગ્રંથોનો આશય શું છે ? તેનો ભાવ શું છે ? કયા વિષયોનું સમર્થન છે ? એવા પ્રશ્નો તત્ત્વજિજ્ઞાસુને હોય છે.
સાબોતિ સ્વ-પરાજતિ સાપુ છે જે સ્વ – પરનું કાર્ય સિદ્ધ કરે તે સાધુ છે.
સાધુ સદા આત્મકલ્યાણને માર્ગે ચાલે છે. અને તે અન્યને એ માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. અરે ! તે મૌન રહીને પણ આશંકા દૂર કરે છે. તેથી તેમને મૌની કહેવામાં આવે છે. પ્રવચન કેવળ મુખથી જ થાય તેવું નથી મૌનથી પણ થઈ શકે.
"गुरोस्तु मौनं व्याख्यानम्, शिष्यास्तु च्छिन्नसंश्याः" (ગુરુ મૌન પ્રવચન કરે અને શિષ્યોના સંશય ટળે છે.)
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુમહિમા
૭૩ સાધુ - જે સહન કરે છે, સહયોગ આપે છે. સહાયતા કરે છે. તેને સાધુ કહે છે. લોઢાનો થાંભલો સમુદ્રમાં ડૂબી જાય પણ જે એ લોઢાને તપાવી, ટીપી, પાતળું કરીને જહાજનો આકાર આપવામાં આવે તો તે લોઢાનો બનેલો આકાર સમુદ્રમાં તરવા લાગે છે. સાધુ મહાત્મા પોતાની પાસે આવતા શિષ્યો, ભક્તો શ્રાવક કે શ્રાવિકા સૌને પ્રવચનરૂપી ઘણથી ટીપીને નૌકા જેવો આકાર આપે છે તેથી તે સૌ સંસાર સાગરને તરી જાય છે.
સાધુ-એન્જિનીયર છે, તે જીવનમાં પવિત્રતા અને સત્વરિત્રનું નિર્માણ કરે છે.
સાધુ - વકીલ છે, કારણ કે યુક્તિ – પ્રયુક્તિ દ્વારા સંસાર કારાગારથી જેલનિવાસી જીવોને મુક્ત કરવાનો પ્રયાસ કરે છે.
સાધુ - વૈદ્યરાજ છે. ભવ્યજનોનો ભવરોગ મટાડવાનો ઉપાય બતાવી સ્વસ્થ અને નિરોગી બનાવે છે.
સાધુ - ટપાલી છે. જે ઘર ઘર જઈને ભગવન મહાવીરનો સંદેશો પહોંચાડે છે.
આવા સાધુજનોનું પણ કોઈવાર પતન થાય છે, તેના મુખ્યત્વે પાંચ “પપા' છે. પ્રવચન, પરિચય પેપર, પ્રસિદ્ધિ અને પ્રશંસા. પ્રવચનથી વક્તાને અહંકાર આવે છે. શ્રોતા પ્રવચનથી પ્રભાવિત થાય ત્યારે તે પોતાને જ્ઞાની માને છે. પરંતુ તે ભૂલી જાય છે, સાચા જ્ઞાની અહંકારથી દૂર રહે છે.
પતનનું બીજું કારણ અતિ પરિચય છે. સાધુને ગૃહસ્થ સ્ત્રી કે પુરુષનો નિરર્થક કે અતિ પરિચય હિતકારી નથી. ડૉક્ટર જ્યારે ક્ષયરોગના વિભાગમાં જાય છે ત્યારે કેવા સાવધાન રહે છે કે કાચિત ચેપ લાગી જાય નહિ. તે પ્રકારે સાધુ જનોએ સાવધાન રહેવું જોઈએ. નહિ તો રોગનો ઉપાય કરવાવાળો જ સ્વયં રોગી થઈ જાય છે.
પેપર-છાપાનો સ્વાધ્યાય હવે ફાલતો જાય છે.
તેમાં અમૂલ્ય સમય વ્યર્થ જાય છે. તેમાં પોતાનું નામ કે ચિત્ર પ્રસિદ્ધ થાય તો તે છાપું વાંચવામાં રસવૃદ્ધિ થાય છે. તે રસનો નશો મગજને ઘેરી લે છે. જેમ વ્યસની શરાબની પ્યાલીઓ ચઢાવે જાય છે તેમ પ્રસિદ્ધિના નશામાં ફસાયેલા સાધુ પણ પોતાનું નામ છાપામાં પુનઃ પુનઃ વાંચ્યા કરે છે. ચિત્ર હોય તો રાગથી જોયા કરે છે. અને વિચારે છે કે લોકો મારું નામ છાપામાં વાંચીને પ્રશંસા કરશે. જેમ ઈદ્રિયો વિષયમાં આસક્ત હોય છે તેમ મન પ્રશંસાસક્ત થઈ જાય છે.
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
જીવન વિકાસનાં વીસ સોપાન આવા ખતરનાક કારણોથી સાધુજનોએ દૂર રહેવું જોઈએ. નહિ તો સંયમ માર્ગ ચૂકી જવાશે. સાધુનું જીવન આધ્યાત્મ પરાયણ હોવું જોઈએ. જે આધ્યાત્મિક સુખનો અનુભવ કરે છે, તે તેનું રહસ્ય સમજાવી શકે છે પણ જાદુઈ કળાની જેમ તેનો અનુભવ કરાવી શકે નહિ. દરેકે અનુભવ સ્વયં કરવો આવશ્યક છે. અન્યને અનુભવ કરાવવાની ચેષ્ટા કેવી જટિલ છે તે ઉદાહરણથી જોઈએ.
દિવાળીના દિવસો હતા. પ્રત્યેક ઘર સુશોભિત કરવામાં આવ્યાં હતાં નગરની રોશનીની સૌ પ્રશંસા કરી રહ્યા હતા ત્યાં એક અંધ માનવે પ્રશ્ન પૂછયો, ““તમે જે પ્રકાશની પ્રશંસા કરો છો તે કેવો છે ?''
એક વ્યક્તિએ પ્રત્યુત્તર આપ્યો – “સફેદ' અંધ - “સફેદ કેવો હોય” વ્યક્તિ - “બગલાની પાંખ જેવો’ અંધ – બગલો કેવો હોય
વ્યક્તિએ પોતાના હાથને બગલાની ગર્દનની જેમ વાંકો વાળીને બતાવ્યું કે બગલો આવો વાંકી ગર્દનવાળો હોય અંધ - તે હાથને સ્પર્શીને બોલ્યો કે “હા, હવે મારી સમજમાં આવ્યું કે સફેદ કેવું વાંકુ હોય છે?
વ્યક્તિએ પોતાના કપાળે હાથ મૂક્યો કે “અરે !' હું આ અંધને શું સમજાવવા માંગતો હતો અને તે શું સમજી બેઠો ? સમય જતાં આંખની સારવાર દ્વારા તેને જોવાની શક્તિ મળી ત્યારે તેને વાસ્તવિક પ્રકાશનું જ્ઞાન થયું. તે પ્રમાણે જ્યારે સંયમ અને તપથી તમારું ચિત્ત નિર્મળ થશે ત્યારે તમને સ્વયં આધ્યાત્મિક સુખની વાસ્તવિક ભૂમિકા પ્રાપ્ત થશે.
તમે કોઈ ગુરુ પાસે પ્રશ્ન લઈને જાવ તો પવિત્ર ભાવથી ક્યો તો તમારું સમાધાન થશે.
એક વ્યક્તિએ ગુરુદેવને પ્રણામ કરી પૂછ્યું કે જો આપની આજ્ઞા હોય તો એક નાનો પ્રશ્ન પૂછું?”
ગુરુ – ‘તમે ક્યાંથી આવ્યા છો ?' વ્યક્તિ - મુંબઈથી ગુરુ – અને ક્યાં જવાના છો? વ્યક્તિ - દિલ્હી ગુરુ - મુંબઈમાં બાસમતી ચોખાનો ભાવ શું ચાલે છે?
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ગુરુમહિમા
વ્યક્તિ - છ રૂપિયાના એક કિલોગ્રામ મળે છે.
ગુરુ – દિલ્હીમાં બાટાના જુતાની શું કિંમત છે ?
વ્યક્તિ
www.kobatirth.org
-
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છતાં નોર્થારની જોડ એકસો પાંસઠ રૂપિયામાં મળી જશે. આપને જૂતાની જરૂર છે ?
94
કર સાથે એમ્બેસડરની જોડના એકસો છોતેર થાય છે.
ગુરુ ભાઈ ! મારે ચોખા કે જૂતા એકેની જરૂર નથી. હું તે કેવળ તમારા મનનું અવલોકન કરતો હતો કે તમારા મનમાં શું શું ભર્યું છે ? મેં જાણ્યું કે તમારા મનમાં મુંબઈ, દીલ્હી, ચોખા અને જૂતા ભર્યાં છે. તેમ એક ખૂણામાં કોઈ પ્રશ્ન હશે. સાચું સમાધાન ક્યારે મળે છે કે જ્યારે તમારા મનમાં કેવળ સાચા પ્રશ્નની જિજ્ઞાસા હોય પૂરો સંસાર મનમાં ભરીને ભગવાનને વિશે કોઈ પ્રશ્ન પૂછશો તો તેમાં શું લાભ થશે ?
ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા સહજ હોય છે તે કોઈના કહેવાથી થતી નથી. એક મોટા મુલ્લાને કોઈ મિત્રે પૂછ્યું કે ‘તમે મને ખુદા પ્રત્યે શ્રદ્ધા વધે તેવું કરી શકશો ?,
મુલ્લા ‘કેમ ન કરી શકું ? હું મારા મકાનની છત પરથી ખુદાનું નામ લઈને પડતું મૂકું છું ત્યારે મને જરા પણ ચોટ લાગતી નથી. તે જોઈને તમને ખુદાની શક્તિનો વિશ્વાસ આવશે.
-
મિત્ર - ‘યોગાનુયોગ એવું બને છે કે પડવા છતાં લોકો બચી જાય છે.' તેમાં તમે બિચારા ખુદાને વચમાં શા માટે તકલીફ આપો છો ?’
મુલ્લા - જો એકવાર બચું તો યોગાનુયોગ, પણ બે વાર બધું તો વાત સાચી ખરી ને !
મિત્ર – તે પણ યોગનુયોગ તમે તો તમારી છત પરથી બચી જાવ પણ કોઈવાર હવાઈ જહાજમાંથી પડવા છતાં કોઈનો વાળ વાંકો થતો નથી. એ તો માત્ર બાહ્ય સંયોગ છે.
અરે ત્રીજીવાર આ મસ્જિદની ઉપર ચઢીને ખુદાનું નામ લઈને કૂદી પડું તો તને શ્રદ્ધા થશે ને ?
મુલ્લા
મિત્ર - મુલ્લા, જો તમે ત્રણવાર કૂદવા છતાં બચી જાવ તો તે તમારા અભ્યાસની કુશળતા ગણાશે. તમારી એ કળાથી પ્રસન્ન થઈને કોઈ સર્કસવાળો તમને સારી નોકરી પર રાખી લેશો.
For Private And Personal Use Only
મુલ્લા - તારો પ્રશ્ન જહાન્નમમાં જાય મેં તારામાં શ્રદ્ધા ઉત્પન્ન કરવા સંપૂર્ણ કોશિષ કરી પણ તું એવો અશ્રદ્ધાળુ છું કે મને મસ્જિદથી ઉપાડીને સર્કસમાં પહોંચાડી દીધો.
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
જીવન વિકાસનાં વિસ સોપાન જે ગુરુ બનવા ઈચ્છે છે તેણે સ્વયં પૂરતું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ જેથી કોઈ પ્રશ્નોનું સમાધાન કરી શકે.
એક શાળા નિરીક્ષક હતા તે એક શાળામાં નિરીક્ષણકાર્ય માટે ગયા, ત્યાં તે એક અભ્યાસખંડમાં ગયા. તેમના આદરમાં સૌએ ઊભા થઈ નમસ્કાર કર્યા તેમણે હાથના સંકેતથી સૌને બેસવાનો આદેશ આપ્યો. પોતાની બેઠક પર બેસીને તેમણે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો “શીવ ધનુષ કોણે તોડ્યું હતું ?'
સઘળા વિદ્યાર્થીઓ એકબીજાના મુખ સામે જોવા લાગ્યા. નિરીક્ષક – બરાબર વિચાર કરો, યાદ કરો, જેને ખબર હોય તે પોતાનો હાથ ઊંચો
કરે.
છતાં કોઈ વિદ્યાર્થીએ હાથ ઊંચો ન કર્યો. આથી નિરીક્ષકે એક મોટા વિદ્યાર્થીને ઊભો કરી કહ્યું. ““તું કહે કે શિવજીનું ધનુષ્ય કોણે તોડ્યું હતું ?”વિદ્યાર્થીએ ભયભીત થઈને કહ્યું “સાહેબ મેં તોડ્યું નથી અને કોણે તોડ્યું તે મને ખબર પણ નથી. જો મને ખબર હોત તો હું આપને તેનું નામ જરૂર બતાવી દેત.
નિરીક્ષકે અધ્યાપક પ્રત્યે પ્રશ્નસૂચક નજરે જોયું. અધ્યાપક પણ મુંઝાયા, તેની તો નોકરીનો સવાલ હતો. તેણે કહ્યું “સાહેબ ! વર્ગમાં કોઈ એવા ઉદંડ વિદ્યાર્થીઓ છે. તેમાંથી કોઈએ તોડ્યું હશે. હું તેની તપાસ કરીને કાલ સુધીમાં તેનું નામ તમારી પાસે રજૂ કરીશ હમણાં જ તેનો જવાબ હું આપી શકીશ નહિ.
નિરીક્ષક ખૂબ ખેદખિન્ન થઈ મુખ્ય અધ્યાપકના કાર્યાલયમાં ગયા તેણે સન્માનપૂર્વક પોતાની ખુરશી ખાલી કરી નિરીક્ષકને બેસાડ્યા. નિરીક્ષકે કહ્યું કે તમારી શાળાનું સ્તર ખૂબ નીચું ગયું છે.
મુખ્ય અધ્યાપક - “જી હા સાહેબ ! હજી પણ જો સરકાર શાળાની સુધારણા માટે સહાય નહિ કરે તો શાળાભવનનું મકાન તૂટી જવાનો સંભવ છે.
નિરીક્ષક – “અરે ભાઈ! હું તો અભ્યાસના સ્તરની વાત કરું છું. એક વર્ગમાં મેં સાધારણ સવાલ પૂછયો પણ તેનો જવાબ કોઈ આપી શકયું નહિ.
મુખ્ય અધ્યાપક - હા સાહેબ ! તમે જે સવાલ પૂછતા હતા તે મારા સાંભળવામાં આવ્યો છે. તે શિવધનુષ આપનું હતું તે આપને બહુ પ્રિય હતુ ?”
નિરીક્ષક – “એ શિવધનુષ સાથે મારે કોઈ સંબંધ નથી, મારે તો તે
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુમહિમા તોડવાવાળાનું નામ પૂછવું હતું. વિદ્યાર્થીઓ જવાબ આપી ન શક્યા અને અધ્યાપક પણ નામ જાણતા નથી.
મુખ્ય અધ્યાપક - કંઈ વાંધો નહિ, વિદ્યાર્થીઓ તો બાળક છે. રમતાં-રમતાં તૂટી ગયું હશે. એવી નાની વાતમાં આપ શા માટે નારાજ થઈ ગયા. હું શાળાની આકસ્મિક જોગવાઈમાંથી આપને પાંચ રૂપિયા આપી દઉ છું. તેમાંથી આપ નવું ધનુષ બનાવી લેજો. જેણે ધનુષ તોડ્યું હશે તેની પાસેથી અમે એ રકમ મેળવી લઈશું.
નિરીક્ષક મુખ્ય અધ્યાપકના મુખ પર પાંચ રૂપિયાની નોટનો ઘા કરીને ખૂબ ગુસ્સે થઈ સીધા જિલ્લા શિક્ષણાધિકારીના કાર્યાલયમાં પહોંચ્યા તેમણે તેમને પૂરી ઘટના કહી સંભળાવી તે સર્વ વિગત ધ્યાનથી સાંભળીને તેમણે કહ્યું કે હું હમણાં જ એક પરિપત્ર દરેક શાળામાં મોકલી તપાસ કરાવું છું કે કઈ શાળામાં કેટલાં ધનુષ આ વર્ષમાં આપવામાં આવ્યાં છે. અને તેમાંથી સુરક્ષિત કેટલાં છે ? જે શાળામાં ધનુષ તૂટી ગયાં હશે તેટલાં તેને આપવામાં આવશે તમે નિશ્ચિત રહો. અધિકતર એક માસમાં આ વ્યવસ્થા થઈ જશે.
નિરીક્ષક અતિશય નિરાશ થઈ ગયા તેમની માનસિક વ્યથાનો કોઈ પાર ન રહ્યો. આથી તે ત્યાંથી રાજકક્ષાના શિક્ષણ અધિકારી ના કાર્યાલયમાં પહોંચ્યા તેમની સંપૂર્ણ હકીકત સાંભળીને તે બોલ્યા જિલ્લા શિક્ષણાધિકારીની કાર્યક્ષમતા પર મને પૂરો વિશ્વાસ છે. તેમણે એક માસની જે મર્યાદા આપી છે તેમાં તે સમયસર કાર્ય અવશ્ય પૂરું કરશે. તમે નિશ્ચિત રહો. છતાં જો એક માસમાં એ કાર્ય પૂરું નહિ થાય તો ત્રણ માસ પછી તમે પુનઃ આવીને મને એ કામ યાદ કરાવજો.
નિરીક્ષક હેરાન થઈ ગયા. અને સીધા શિક્ષણમંત્રીના મંત્રાલયમાં દોડી ગયા અને સર્વ હકીકત જણાવી તેમણે કહ્યું કે ભાઈ ! આખા રાજ્યની શાળાઓની વ્યવસ્થા કરવી સરળ વાત નથી પ્રતિવર્ષ શાળાઓમાં આવશ્યક વસ્તુઓ પહોંચાડવામાં આવે છે. તેમાં કેટલીક વસ્તુઓ પહોંચતાં પહેલાં તૂટી જાય છે. તેથી તમે કહો છો કે તે શિવધનુષ કદાચ રસ્તામાં જ તૂટી ગયું હોય સ્ટેશન પર મજૂરો કેવા બે જવાબદાર હોય છે તે તમે જાણો છો. તેઓ માલના બંડલોને કેવી રીતે ફેકે છે કે જાણે તે રૂની ગાંસડીઓ હોય ! હું આજે જ રેલ્વેમંત્રીને પત્ર લખીને ચેતવણી આપું છું કે માલના બંડલોને ગમેતેમ ફેંકવા માટે તે મજૂરોને કડક સૂચના આપે.
આમ કરવાથી શિક્ષણખાતાને અને આમ-જનતાને બંનેને લાભ થશે. કોઈ પણ વ્યક્તિએ મોકલેલો પોતાનો માલ રેલવેમાં તમારા શિવધનુષની
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વિકાસનાં વીસ સોપાન જેમ તૂટવો ન જ જોઈએ. મને ખાતરી છે કે રેલવે મંત્રી આ વાત પર લક્ષ્ય આપીને આખા દેશમાં આ વ્યવસ્થા અવશ્ય કરશે. કદાચ તેમાં એક બે વર્ષ નીકળી જાય. પણ તમને એક વિનંતી કરું કે આ વાત છાપામાં પ્રસિદ્ધ ન થાય. કારણ કે આ વાત તેઓ એવી ચમકાવશે કે જનતામાં અમારી છબી ઝાંખી થશે અને પાંચ વર્ષ પછી મતદાનમાં અમને તેઓ ફેંકી દેશે.
શિક્ષણમંત્રીનું લાબું ભાષણ સાંભળી નિરીક્ષક પોતે સીધા પોતાને ઘેર જઈ આરામથી સૂઈ ગયા. આધુનિક શિક્ષણતંત્ર ઉપર આ એક ગંભીર લંગ છે. જેને પોતાને સાચું જ્ઞાન નથી તેને શિક્ષક કે ગુરુ બનવાનો કોઈ અધિકાર નથી. તેમનો હિસ્સો ખરેખર ગુરુ મહિમા ઘટવામાં જાય છે.
જે સાચા જ્ઞાની અને ગંભીર ગુરુ છે તેઓ પોતાની વાત અતિ સંક્ષેપમાં સમજાવે છે શક્ય ત્યાં સુધી વિસ્તાર અને પ્રવચનથી બચવાનો પ્રયાસ કરે છે. એવા એક શાની ગુરુને ભક્તોએ ભાવપૂર્વક આગ્રહ કર્યો કે
ગુરુદેવ આપ ઉપદેશ આપીને અમને કૃતાર્થ કરો'' ગુરુએ પૂછ્યું કે “તમે ઈશ્વર વિશે કંઈ જાણો છો?” શ્રોતાઓમાંથી એક વ્યક્તિએ કહ્યું – “ગુરુદેવ અમે કંઈ જાણતા નથી' ગુરુદેવ - તમે ઈશ્વર વિશે કંઈ જ જાણતા નથી તો પછી હું તમારી સમક્ષ શું ઉપદેશ આપું ? જ્યાં વૃક્ષના મૂળની સંભાવના નથી ત્યાં શાખાઓની આશા કેવી રીતે રાખવી? બીજને અંકુર ફૂટે છે. હું બીજ વગર વૃક્ષની આશા કેવી રીતે રાખું?
ગુરુદેવની વાત સાંભળી શ્રોતાગણ વિદાય થયા પણ તેમની પ્રવચન શ્રવણની ઇચ્છા પ્રબળ હતી. બીજા દિવસે તેઓ ગુરુજીના દર્શનાર્થે ગયા અને મૌન રહી તેમની આજુબાજુ બેસી ગયા. પ્રવચન માટે પુનઃ વિનંતી કરી. ગુરુજીએ ફરી એ જ પ્રશ્ન પૂછ્યો “તમે ઈશ્વર વિશે કંઈ જાણો છો?
શ્રોતા ગઈકાલનો અનુભવ ભૂલ્યા ન હતા. તેમણે ઉત્તર બદલી નાંખ્યો. એક શ્રોતા પ્રતિનિધિએ કહ્યું “જી હા, અમે ઈશ્વર વિશે જાણીએ છીએ.
ગુરુ - જો તમે ઈશ્વર વિશે જાણો છો તો પછી મારી પાસે શું સાંભળવા માંગો છો ? જે વિષયમાં તમે જાણો છો તેના વિશે મારે શું બોલવું? લોટને ફરી દળવાથી શું ફાયદો મળે ?
શ્રોતાઓ નિરાશ થઈ વિદાય થયા. ત્રીજે દિવસે પુનઃ તેઓ દર્શનાર્થે આવ્યા. તેમને કોઈપણ પ્રકારે ગુરુજીનું પ્રવચન શ્રવણ કરવું હતું. તેથી નવો ઉત્તર તૈયાર કરીને આવ્યા હતા. આજે શ્રોતાઓએ અત્યંત આગ્રહ કર્યો ત્યારે મહાત્માએ એ જ પ્રશ્નને દુહરાવ્યો કે “તમે ઈશ્વર વિશે કંઈ પણ જાણો છો ?
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છલ
શ્રોતાઓમાંથી અડધા લોકો તરફથી એકે કહ્યું “ અમે જાણીએ છીએ' શેષ લોકો તરફથી એકે કહ્યું “ના અમે જાણતા નથી'
ગુરુજીએ કહ્યું - તમારામાંથી અડધા લોકો ઈશ્વરને વિશે જાણે છે અને બાકીના લોકો જાણતા નથી. આથી મારું કામ સમાપ્ત થયું માનો. કારણ કે હવે મારે બોલવાની જરૂર નથી. તમે સૌ અરસ પર ઈશ્વર વિશે સમજાવી દેજો.
ગુરુઓના આવા સંકેતને કોણ સમજી શકે?
જ્ઞાની ગુરુ ઉપદેશનો સંક્ષેપ કરતા નથી પણ તેઓ જ્યારે સાધક ને તે પ્રમાણે કરતા જોતા નથી ત્યારે ઉપદેશનો સંક્ષેપ કરે છે. વળી સાધકે પણ ગુરુ કે જેની પાસે ધર્મ પામવો છે તે ગુરુપદ યોગ્ય આચારવાળા છે તે સમજી લેવું, નિસ્પૃહ કેવળ સ્વ-પર કલ્યાણકારક ભાવના વાળા ગુરુ પાસેથી ધર્મ પામવો.
૧૨. છલ સરલ સ્વભાવી ભવ્યજનો!
ભક્તિ આરાધના કે પૂજા નિઃસ્વાર્થ હોવી જોઈએ. ભૌતિક વૈભવનો જેણે ત્યાગ કર્યો તેની પાસે તે વૈભવની યાચના કરવાનો શો અર્થ છે ? વૈભવની પ્રાપ્તિ તે પુણ્યનું ફળ છે. જો તમે પૂર્વભવમાં પુણ્યની રાશિ એકઠી કરી હશે તો આ ભવમાં તમને વૈભવની પ્રાપ્તિ થશે. અને ભાવિ જન્મમાં તેની પ્રાપ્તિની ઈચ્છા હોય તેણે આ ભવમાં પુણ્ય ઉપાર્જન કરવું યોગ્ય છે. પરંતુ જ્યાં તમે વીતરાગની ભક્તિ કે આરાધના કરો ત્યાં તમારે ભૌતિક વૈભવની યાચના કરવી ઉચિત નથી. પ્રાર્થના (યાચના) વૈદિકધર્મનો ખાસ શબ્દ છે. જૈનધર્મમાં ભગવાનના ગુણગાન, ગુણવર્ણન, મહિમા રૂપે સ્તુતિ કરવાની પ્રથા છે. પ્રાર્થના નહિ.
ભગવાનની સ્તુતિ, ગુણ - પ્રશંસા કરવાથી આપણને તેવા ગુણો પ્રાપ્ત કરવાની પ્રેરણા થાય છે તે સ્તુતિની ફળશ્રુતિ છે. પરંપરાગત મુખથી સ્તુતિ કરે છે પણ અંતરમાં પ્રાર્થના બીજી કરે છે. મુખથી બોલે છે કે :
શાંતિનાથની શાંતિ વો' અને મનમાં બોલે છે કે :
'तिल कपास गुड महंगा करो' આવી સ્તુતિ - પ્રાર્થનાને છલ – કપટ કહેવાય છે. ભગવાનને તો તું શું ખતરામાં નાંખવાનો છું? પણ ભાઈ, તેમાં તે પોતે જ ખતરામાં પડે છે. આત્મવંચના કે કુટિલતાથી કંઈ લાભ નથી.
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ad
જીવન વિકાસનાં વીસ સોપાન सरलजनोंकी सरल गति वक्र जनोंकी वक्र । सीधा जाता तीर ज्यो
चक्क खाता चक्र॥ મન, વચન અને કાયાના વ્યવહારની એકતા દુષ્ટો તથા શિષ્યની વચમાં ભેદ દર્શાવે છે.
मनस्येकं वचस्येकम्, कर्मण्येकं महात्मनाम् ।
मनस्यन्यद्वचस्यन्यत्, कर्मण्यन्यद् दुरात्मनाम ॥ મહાત્માઓના મનમાં જેવી સરળતા છે તેવી વચનમાં હોય છે. તેઓ મનમાં સમ્ય૫ણે જે વિચારે છે તેવું બોલે છે, અને વાણીમાં જેવું સમ્ય૫ણું છે તેવું વર્તનમાં દેખાય છે. દુરાત્માઓનો સ્વભાવ તેથી વિપરીત હોય છે. તે વિચારે એક પ્રકારે, બોલે છે બીજા પ્રકારે અને વર્તન વળી કંઈ જુદું હોય છે.
માયા - છળ સહિતના વર્તનથી વિશ્વાસ તૂટી જાય છે, મિત્રો છૂટી જાય છે. અને માયાથી હંમેશાં એકલો ચલો થઈ જાય છે. વળી માયાને કારણે ભાવિ જન્મમાં પશુપક્ષીરૂપે ઉત્પન્ન થઈ દુખ ભોગવવું પડે છે. આ પ્રકારે બંને ભવ બગડે છે.
કરું મારા પ્રપન્ટેન, તોય વિધિના 1 શ્રી શુભચંદ્રાચાર્ય વિચારવાન માનવે મામા-કપટ સહિત વ્યવહાર કરવો ઉચિત નથી. કેટલીક અપેક્ષાએ નીતિકારોએ કહ્યું છે કે :
आचये च नटे थुर्त, વૈવ-વેશ્ય-હુશ્રુતે ! कौटिल्यं नैव कर्तव्यम्
कौटिल्यं तैविनिर्मितम् ॥ આચાર્ય, નટ. ધૂર્ત, વૈદ્ય, વેશ્યા, વિદ્વાન, એમની સાથે કુટિલતા-માયા ન કરવી. કારણ કે કુટિલતાના નિર્માતા જ તેઓ પોતે છે.
ઉપર કહી તેવી વ્યક્તિઓ ઉપર કુટિલતાનો કોઈ પ્રભાવ પડતો નથી, વળી તેમની સાથે કુટિલતા કરવાથી જેમ ઈટનો જવાબ પત્થરથી મળે છે તેમ નુકસાન થાય છે.
જો તમે કોઈ વૈદ્ય સાથે પ્રપંચ કરો છો તો તે તમને તમારા
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
છલ
www.kobatirth.org
૮૧
સ્વાસ્થ્યલાભમાં ઘણો વિલંબ કરે છે. અર્થાત્ રોગની અવસ્થા લંબાય છે કે પછી નિદાન ખોટું કરે છે. માટે વૈદ્ય પાસે ઉપચાર માટે જાવ ત્યારે તેમના પ્રશ્નોના ઉત્તર સાચા આપવા જોઈએ. તેમનાથી દરદની કોઈ વાત છુપાવવી ન જોઈએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે વિદ્યાર્થી પોતાના આચાર્યની સાથે દગો કરે છે તે પરીક્ષામાં ઉત્તીર્ણ થતો નથી. પોતે સાચા શિક્ષણથી વંચિત રહે છે અને પોતાના અભ્યાસનો અમૂલ્ય સમય વ્યર્થ ગુમાવે છે. છાત્રાવસ્થામાં જે શિક્ષણ પ્રાપ્ત થાય છે તે જીવનભર કામ આવે છે. જો તે સમયમાં પ્રમાદ કર્યો તો તેવો અવસર જીવનમાં પછી પ્રાપ્ત થવો અસંભવ છે. કારણ કે અભ્યાસકાળ પૂર્ણ થયા પછી યુવાનવયમાં કુટુંબના નિર્વાહની તથા ધનોપાર્જનની જવાબદારી ઉપાડવાની હોય છે.
આજ તો પરીક્ષા ભવનમાં પરિશ્રમ કરવાને બદલે નકલ કરવાની પ્રવૃત્તિ વિસ્તરતી જાય છે. સમાજના કોઈ ‘દાદા’ જેવા વિદ્યાર્થીઓ આ દુષ્ટ પ્રવૃત્તિ કરે છે તેવું નથી. કોઈ કોઈ જગા પર તો સામૂહિક પદ્ધતિથી નકલ કરવામાં આવે છે. આ પ્રમાણે પરીક્ષામાં નકલ કરવી કુટિલતા છે તેનું પરિણામ કેવું વિપરીત આવે છે તે છાપાઓમાં પ્રસિદ્ધ થાય છે. કદાચ નકલ કરીને અધિક ગુણ મેળવી પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર યુવાન નોકરી તો મેળવી લે છે પણ વાસ્તવિક કાર્ય કરવામાં ઉત્તીર્ણ થતો નથી. તેની દશા દયનીય બને છે. સરકારી ખાતાની વાત જુદી છે. ત્યાં લોકોની દશા દયનીય બને છે. અને કોઈવાર તેને પણ અપમાનિત થઈને દૂર દૂર બદલીઓ ભ૨વી પડે છે. તેને કોઈ રાખવા તૈયાર થતું નથી. અધિક ગુણને કારણે નોકરી મળવા છતાં તે ફૂટબોલની જેમ આમ તેમ અથડાયા કરે છે. તેનું પૂરું જીવન નિરાશા અને દુઃખમાં વ્યતીત થાય છે.
જો તમે વકીલને તમારી સાચી હકીકત ન જણાવતાં પ્રપંચ સેવો છો તો તમે તમારા કામમાં નિષ્ફળતા પ્રાપ્ત કરો છો અને વકીલને આપેલાં નાણાં પણ વ્યર્થ જાય છે, અને તમે સજાને પાત્ર ઠરો છો.
दगा किसीका सगा नहि, किया नहीं तो कर देखो ! पछताना जो नहीं चाहते किया उन्हींका घर देखो !!
જે વ્યક્તિ અન્યની ગુપ્ત વાત પ્રકટ કરે છે તે પ્રપંચ છે. વિશ્વાસઘાત છે. તેવી પ્રપંચી વ્યક્તિથી હંમેશાં સાવધાન રહેવું. તેને કદિ ગુપ્ત વાત
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
જીવન વિકાસનાં વીસ સોપાન કહેવી નહિ, ને તેનો સ્વાર્થ સિદ્ધ નહિ થાય તો તે નાખુશ થઈને તમારી અવગણના કરશે. ઉપરાંત તમારી ગુપ્ત વાત પણ તમારા વિરોધીને જણાવીને તમને ભારે નુકસાન કરશે.
છતાં કથંચિત્ પરોપકારને માટે કોઈવાર માયાપ્રપંચ કરવું પડે છે તે અનુચિત નથી.
અકબર બાદશાહે એકવાર નાખુશ થઈને તેની એક દાસીને કાઢી મૂકી. તેનું નામ દૌલત હતું. તે ન્યાય માટે બુદ્ધિમાન મંત્રી બીરબલની પાસે ગઈ. બીરબલે તેને એક ઉપાય બતાવ્યો. તે ખુશ થઈને ગઈ અને તક શોધવા લાગી.
ઈદના તહેવારમાં બાદશાહ રાજમહેલના જે ખંડમાં બેસતા હતા ત્યાં તે પહોંચી ગઈ અને બારણા ખખડાવવા લાગી બાદશાહે પૂછ્યું “કોણ છે ? બહારથી તે બોલી ““હું દૌલત છું આપનો આદેશ હોય તો અંદર આવું અથવા બહારથી ચાલી જાઉં?
ઈદના પવિત્ર દિવસે બાદશાહ “દૌલત'ને ચાલી જવાનું કેવી રીતે કહે ? તેથી બાદશાહે કહ્યું “દૌલત હો તો આવી શકે છે' તરત જ દૌલત અંદર આવી તેને પુનઃ નોકરી આપવામાં આવી. તેને પૂછવાથી જાણવા મળ્યું કે આ ઉપાય બીરબલે બતાવ્યો હતો.
त्रिभिर्वर्षस्त्रिभिर्मासै - स्त्रिभिः पक्ष स्त्रिभिदिनै ।
अत्युग्रपुण्यपापाना -
मिहैव संभयते कलम् ॥ અત્યંત ઉગ્ન પુણ્ય - કે પાપનું શુભાશુભ ફળ ત્રણ વર્ષમાં, ત્રણ મહીનામાં કે ત્રણ પખવાડિયામાં છેવટે ત્રણ દિવસમાં પ્રાપ્ત થાય છે.
ઉદાહરણ - મુર્શિદાબાદ શહેરમાં વાસણોનો એક વ્યાપારી રહેતો હતો એક દિવસ સવારે તેની દુકાન ઉપર એક જીપ આવીને ઊભી રહી. તે જીપ 42 cluj edi Govt. of. V.I.P. Supply Dept. a muriell 25 yes બુટેડ ઓફિસર ઊતર્યો વાસણોનો વ્યાપારી તેને જોઈને ખુશ થયો. તે ઓફિસરે વ્યાપારી પાસેથી પાંચ હજારનું અંગત કમિશન લઈને પચાસ હજારના માલની ખરીદી નક્કી કરી આપી. વ્યાપારીએ માલ તૈયાર કરી જીપમાં મુકાવી દીધો. ઓફિસરે તરત જ પચાસ હજારનો ચેક આપ્યો. વ્યાપારીને કંઈ શંકા જવાથી તેણે ચેકના બદલામાં રોકડ રકમ માંગી. ઓફિસરે કહ્યું કે જુઓ સાડાનવ થયા છે. સાડા દસ વાગે બેંક ખૂલશે હું
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છલ
૮૩ જાતે બેંકમાં જઈને રકમ રોકડ કરાવીને તમને હાથો હાથ આપી જઉં છું.
ત્યાં સુધી મારો પટાવાળો અહીં બેસી રહેશે. આ તો સરકારી કામ છે તમે નિશ્ચિત રહેજો.
આમ કહીને ઓફિસર ગયા અને પટાવાળો ત્યાં બેઠો. વ્યાપારી તો રાહ જોતો જ રહ્યો. અગિયાર, બાર, એક. વ્યાપારી બિચારો વારંવાર સડક ભણી જોયા જ કરે પરંતુ વ્યર્થ. ભોજનનો સમય થવા છતાં તે ભૂખ્યો બેસી રહ્યો. જો તે ઘેર જાય અને ઓફિસર આવીને પાછો જાય તો, પછી તેને ક્યાં શોધવો? ભોજન સાંજે કરશું તો વાંધો નહિ.
ઓફિસરની પ્રતીક્ષા કરતાં બે, ત્રણ વાગી ગયા. ઘડિયાળના કાંટા તો ફરતા જ રહ્યા. હવે વ્યાપારી વ્યાકુળ થઈ ગયો અઢી વાગે તો બેંકની લેવડ દેવડ બંધ થઈ જાય છે. અને ત્રણ વાગવા છતાં ઓફિસર તો દેખાયો જ
નહિ.
દુકાનદારે પટાવાળાને પૂછ્યું, “તમારા ઓફિસર ક્યાં ગયા? તે ક્યાં રહે છે? તેમનો ફોન નંબર ખબર છે ?'
પટાવાળો – “શેઠજી, મને તેમના વિશે કંઈ જ ખબર નથી.' શેઠજી – કેમ તને ખબર નથી ? તું તો તેમનો પટાવાળો છે.'
પટાવાળો - “શેઠજી હું તો નોકરીની શોધમાં ફરતો હતો, જીપ વાળા સાહેબે મને રસ્તામાંથી જીપમાં બેસાડ્યો કે ચાલ તને નોકરી આપવું છું. એમ કહી મને આ પહેરવેશ આપીને કહ્યું કે હવે આજથી તું મારો પટાવાળો છું. હું તો નોકરી મળવાથી ખુશ થયો, તરત જ પટાવાળાનો પહેરવેશ પહેરી જીપમાં બેસી ગયો. અને પ્રથમ જ તમારી દુકાન પર આવ્યા જેમ તમે તેમની પ્રતીક્ષા કરો છો તેમ હું તેની પ્રતીક્ષા કરું છું.
દુકાનદાર કપાળે હાથ પછાડીને આક્રંદ કરી ઊઠ્યો “હાય મારા પચાસ હજાર રૂપિયા ગયા.'
પટાવાળાએ તેમાં પોતાનો સ્વર પૂર્યો “હાય મારી નોકરી ગઈ.'
આ હકીકત કોઈ કલ્પના નથી. તે વ્યાપારી પાંચ હજારનું કમિશન “આપીને હજરોનો લાભ ઉઠાવવા માંગતો હતો. તેને બદલે પ્રપંચને કારણે તેને ઘણું નુકસાન ભોગવવું પડ્યું.
- ઉદાહરણ – એક કારીગર હતો, રાજ તરફથી તેને વેતન મળતું હતું. નગરશેઠો માટે તેને મોટાં મોટાં મકાનો બાંધવાનો ઇજારો મળ્યો હતો. તેમાંથી મળતી આવકનો ચોથો ભાગ તેને રાજાની તિજોરીમાં આપવાનો થતો. અને તેને ત્રણભાગ મળી જતા. જ્યારે કંઈ કામ ન હોય ત્યારે તેનું વેતન ચાલુ રહેતું તેથી તેના પરિવારનો નિર્વાહ સારી રીતે થતો હતો.
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૪
જીવન વિકાસનાં વીસ સોપાન
રાજમહેલના નિર્માણમાં પણ તેનો ભાગ રહેતો. સમય જતાં કારીગર વૃદ્ધ થયો. તેના હાથ પગ નિર્બળ થતા ગયા. રાજાએ એક દિવસ તેને બોલાવીને કહ્યું કે ‘‘કારીગર ! તેં અમારી તથા નગરની ઘણી સેવાઓ કરી છે. હવે તને નિવૃત્ત કરી યોગ્ય પુરસ્કાર આપવા માંગુ છું. છતાં એક આખરી કાર્ય પૂર્ણ કરી આપ. આ નગરની બહાર નદીની સામે પાર એક સુંદર મકાન બનાવી દે. ત્યાર પછી તારી પાસે કોઈ કામ લેવામાં નહિ આવે. તને ઘર બેઠા તું જ્યાં સુધી જીવિત હશે ત્યાં સુધી નિયમિત પ્રતિમાસ તને અડધો પગાર મળી જશે. એ મકાનનું અંદાજી ખર્ચ કેટલું આવશે તે જણાવી દે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારીગરે તરત જ નવા મકાનના ખર્ચની ગણત્રી કરીને કહ્યું ‘‘મહારાજ પચાસ હજારની રકમમાં સુંદર મકાન તૈયાર થઈ જશે મને આ ૨કમ આગળથી આપી દો જથી હું શીઘ્રતાથી કામ શરૂ કર્યું.
રાજાને કારીગર પર પૂર્ણ વિશ્વાસ હતો. તેમણે તરત જ પચાસ હજારની રકમ અપાવી દીધી.
કારીગરે જરૂરી સામગ્રી ખરીદી અને તરત જ મજૂરોને કામે લગાડી દીધાં છળે એક છિદ્ર પાડ્યું. કારીગરને વિચાર આવ્યો કે આ અંતિમ કાર્ય મળ્યું છે. ત્યાર પછી ‘ઊતર્યો અમલદાર કોડીનો'મને રાજા કે પ્રજા કોઈ બોલાવશે નહિ કે કામ આપશે નહિ. માસિક વેતન પણ અડધું મળશે. તેથી આ જ કાર્યમાં હલકો માલ વાપરી થોડી રકમ બચાવી લેવી યોગ્ય છે. આમ મનમાં પ્રપંચે પ્રવેશ કરી દીધો.
માલ હલકો અને ઉપરનાં રંગરોગાન ચમકદાર બનાવી કારીગરે સમય મર્યાદામાં કાર્ય પૂર્ણ કરી લીધું. મકાન તૈયાર કરી તેણે રાજા પાસે નિવેદન કર્યું કે ‘આપ પ્રત્યક્ષ નિરીક્ષણ કરી જાઓ' રાજાને તો કારીગર ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. તેણે કહ્યું કે અરે ! તમારા કામમાં જોવાનું શું હોય ? તે સુંદર જ હોય.
કારીગરનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો નાગિરકોની સમક્ષ રાજાએ સભામાં કારીગરની સેવાની પ્રશંસા કરી અને જાહેર કર્યું કે નદીતટ પર બંધાયેલો બંગલો કારીગરની સેવાની કદર રૂપે તેને ભેટ આપવામાં આવે છે. તેણે પોતાની જીંદગી રાજ્યાના સેવાકાર્યમાં સમર્પિત કરી હતી.
વૃદ્ધાવસ્થામાં તે આરામથી રહી શકે તે માટે આ મકાન તેને માટે બનાવવામાં આવ્યું છે. જાઓ તમારા પરિવાર સાથે તેમાં રહો અને સુખી થાવ, વળી દ૨માસે જીવન નિર્વાહ માટે અડધું વેતન પણ મળ્યા કરશે.
સર્વ નાગરિકોએ રાજાની જાહેરાતને પ્રેમપૂર્વક વધાવી લીધી. પરંતુ
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ
૮૫
ભવ્ય ભવનની ભેટ મળવા છતાં કારગીરના મુખપર કંઈ જ પ્રસન્નતાનો ભાવ ન ઊઠ્યો. કેમ ? તે જાણતો હતો કે ભવન બહારથી શોભાયમાન છે પણ અંદરનું કામ તો હલકું છે થોડા સમયમાં તે મકાન ધરાશાયી થઈ જશે.
જાહેરમાં રાજા તરફથી પ્રાપ્ત ભવ્ય ભવનની ભેટ મળવા પછી લોકલાવશ તેણે તેમાં રહેવા તો જવું પડ્યું. પરંતુ અંતરમાં દાહ અને ચિંતાથી તે વ્યથિત હતો. અન્યને છેતરવા જતાં પોતે જ છેતરાઈ ગયો હતો. માનસિક આઘાત તે જીરવી ન શક્યો. અને થોડા જ મહિનામાં તેણે ચિરવિદાય લીધી બે ચાર વર્ષમાં તે મકાન પણ તૂટી પડ્યું. તેનો પરિવાર અનાથ થઈ ગયો. આમ જેવી ‘‘કરણી તેવી ભરણી' કહેવત યથાર્થ છે. અન્ય ઠગે દુ:ખ હોય.”
એક વકીલે પોતાના અસીલ હત્યારાને સમજાવ્યો કે તને કોર્ટમાં કંઈ પણ પૂછવામાં આવે તો એક જ ઉત્તર આપવો ‘વૈ', તે સિવાયનું હું સંભાળી લઈશ. વકીલે તેને બચાવવા માટે પાંચ હજાર રૂપિયા ફી નક્કી કરી, તેમાં પાંચસો રૂપિયા અગાઉથી મેળવી લીધા.
કોર્ટમાં ન્યાધીશે પૂછ્યું તેણે ઉત્તર આપ્યો “”
જ્જ – અરે ! તું ગાંડો છું. હત્યારા-વૈ, વારંવાર એ જ “વૈ”
જે તેને ગાંડો ગણીને ગુનો માફ કર્યો. હત્યારો પણ વિચારમાં પડી ગયો કે :
मेरी फांसी स्पष्ट, जब इस "बै" ने टाल दी
नहीं मिटेगा कष्ट, क्या इस 'बै' से फीसका ? રાત્રે વકીલ હત્યારાને ઘેર બાકીની રકમ લેવા પહોંચી ગયો, અને રકમ માંગી, હત્યારાએ જવાબ આપ્યો, “બૈ” વકીલે કહ્યું અરે મૂર્ખ આ કંઈ કોર્ટ કચેરી નથી. અહીં તો બરાબર જવાબ આપ. છતાં હત્યારાએ એ જ પુનરાવર્તન કર્યું “બૈ” વકીલ નિરાશ થઈને પાછો વળ્યો. છળનું ફળ શીઘ જ મળી ગયું.
૧૩. ત્યાગ ત્યાગાનુરાગી મહાનુભાવો !
ભોગોના ક્ષણિક સુખમાં અત્યંત આકર્ષણ થાય છે. પણ તમે જાણો છો કે ભોગનું સુખ પણ ત્યાગ પર અવલંબિત છે ? તમે પ્રતિદિન
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જીવન વિકાસનાં વીસ સોપાન
પ્રાતઃકાળમાં મળત્યાગ કરો છો, તેમ ન કરો તો ભોજનનું સુખ મળે નહિ. અને ડૉક્ટરની પાસે જઈ ફરિયાદ કરી ઔષધ લેવું પડે છે. તે પ્રકારે ક્ષણિક સુખને માટે પણ ત્યાગ અનિવાર્ય બને છે. તો પછી શાશ્વત સુખને માટે ત્યાગ અનિવાર્ય હોય તેમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજના બુદ્ધિપ્રધાનયુગમાં લોકો વિશ્વશાંતિની ગંભીર ચર્ચાઓ કરે છે. પણ તે વિચારકોના જ અંતરમાં અશાંતિ ભરી છે તે દૂર કરવાનો વિચાર તેઓ કરતા નથી. જે તરવાની કળા જાણતા નથી એવા ચાર મનુષ્યો સમુદ્રમાં ડૂબતા હોય, તે એક બજાને પકડી લે તો તેમની દશા શું થાય ? તેવી દશા આ વિચારકોની છે.
ભગવાનનું એક વિશેષણ છે વીતરાગ - જ્યાં રાગ છે ત્યાં દુઃખ છે અને જ્યાં ત્યાગ છે ત્યાં સુખ છે. ભગવાન વીતરાગ છે તેથી પરમ સુખી છે.
-
नास्ति राग समं दुःखम् नास्ति त्याग सम् सुखम् ॥
ફૂટબોલના મેદાનમાં કોઈ એક ખેલાડી બોલ હાથમાં પકડીને બેસી જાય તો ૨મતનો આનંદ ન મળે. ખેલાડી ફૂટબોલને પગ દ્વારા એક ઠેસ મારે છે ત્યારે બીજા ખેલાડીઓ તેની પાછળ દોડાદોડ કરે છે. તે દરેકનો ઉદ્દેશ ફૂટબોલને ઠેસ મારવાનો છે. તમે સંપતિની પાછળ દોડાદોડ કરો છો. પણ ઉદ્દેશ શું છે ? જો તેના ત્યાગનો હેતુ નહિ હોય અને સંગ્રહનો જ હેતુ હશે તો તે દોડાદોડ વ્યર્થ છે.
આકાશ તરફ મીટ માંડો. વાદળ પાણીનો સંગ્રહ શા માટે કરે છે ? તેનો ઉદ્દેશ વરસવાનો છે. જે ધનનો સંગ્રહ ત્યાગ માટે છે તે ધન પરિગ્રહના ભારરૂપે બનતું નથી. કોઈ માણસ સાઇકલ પર વિશ્વના પર્યટન માટે નીકળે તો ઘણો સમય લાગે પણ જો તે હવાઈ જહાજમાં નીકળે તો થોડા સમયમાં પર્યટન પૂર્ણ કરે. સાધુ અને શ્રાવકના ત્યાગમાં આવું અંતર છે. સાધુ પરિગ્રહનો પ્રાયઃ પૂર્ણ ત્યાગ કરે છે. શ્રાવક અંશે ત્યાગ કરી શકે છે. ઘણાં સદ્ગુણો હોવા છતાં પણ જીવનમાં ત્યાગની વિશેષતા છે.
‘ગૃહસ્થજીવનમાં જે કાર્ય પોતાને માટે અનિવાર્ય છે તેનો ત્યાગ કરવો ઉચિત નથી, મોહવશ કરેલો ત્યાગ ‘તમસ' કહેવાય છે, કોઈ કાર્યને દુઃખમય માનીને, કાયકષ્ટના ભયથી છોડી દેવામાં આવે છે, અર્થાત્ ત્યાગ કરવામાં આવે છે તે ‘રાજસ' છે ત્યાગ કરવા છતાં ત્યાગીને તેનું ફળ મળતું નથી. કર્તવ્યપરાયણતાથી નિયત કાર્ય કરવામં જે આસક્તિ અને ફળની આશાનો ત્યાગ કરે છે તેનો ત્યાગ ‘સાત્ત્વિક’ છે.’’
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭
ત્યાગ
ફળાશાનો ત્યાગ જ નિરપેક્ષ હોય છે. મનઃશુદ્ધિ માટે ત્યાગની અનિવાર્યતા જણાવી છે.
જ્યાં સુધી ત્યાગ નિરપેક્ષ નથી હોતો ત્યાં સુધી સાધુની ચિત્તશુદ્ધિ થતી નથી, જ્યાં સુધી ચિત્તશુદ્ધિ થતી નથી ત્યાં સુધી વિષયકષાયથી મુક્તિ મળતી નથી, અને તેથી કર્મક્ષય પણ થતો નથી. અર્થાતુ ત્યાગનો સીધો સંબંધ કર્મક્ષય સાથે છે.
त्याग एव हि सर्वेषाम् मुक्ति साधनमुत्तमम् ॥ ત્યાગ જ સર્વાધિક મુક્તિનું સાધન છે.
ત્યાગના બે પ્રકાર છે. ૧. બાહ્ય ત્યાગ, ૨. અત્યંતર ત્યાગ. ધન, પરિવાર, વસ્ત્ર, પાત્ર, ખેતર, આદિનો ત્યાગ બાહ્ય છે. અને વિષય કષાયના રાગજિભાવોનો ત્યાગ અત્યંતર ત્યાગ છે. બંને ત્યાગ અન્યોન્ય પૂરક છે અને તેમને સ્થાને મહાન છે. છતાં પણ બાહ્યત્યાગ પ્રથમ થાય છે, ત્યાર પછી અભ્યતર ત્યાગ આવે છે. બાહ્ય ત્યાગનું લક્ષ્ય અભ્યતર ત્યાગ હોવું જોઈએ. જો અત્યંતર ત્યાગ પરિણમન પામે નહિ તો બાહ્ય ત્યાગનું કોઈ મૂલ્ય નથી. વિષય કષાય કે રાગાદિ ગ્રંથિઓ ન છૂટે તો ત્યાગ વ્યર્થ જાય છે.
શિષ્ય ગુરુજીને પ્રશ્ન પૂછ્યો “આટલો ત્યાગ કરવા છતાં ચિત્ત શાંતિ કેમ થતી નથી, ?
ગુરુજી – “હે શિષ્ય, વિચાર કર, ચિત્તમાં કંઈ ફળની લાલસા છુપાઈ તો નથી ને ? ફળના લોભથી, નરકાદિ દુ:ખના ભયથી, અથવા ક્રોધવશ જે વ્યક્તિ કોઈ વસ્તુનો ત્યાગ કરે તો તે સાચો ત્યાગ નથી આવેગ છે. તે રીતે જે વસ્તુનો અભાવ છે કે જેની પ્રાપ્તિ અસંભવ છે, તેનો ત્યાગ મનાવવાવાળી વ્યક્તિ ત્યાગી નથી. જો કોઈ દરિદ્રી કહે હું સોનાની થાળીમાં પાંચ પક્વાન જમવાનો ત્યાગ કરું છું તો તે ત્યાગી નથી. ભગવાન મહવીરે કહ્યું છે કે :
वत्थं गन्धमलंकारम् इत्थीओ सयणाणि आ अच्छंदा जेन भुजंति नसे चाइति वुच्चइ
दशवैकालिक વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી, અને શવ્યા જેવી વસ્તુઓના અભાવમાં જે ભોગવતો નથી તે ત્યાગી નથી.
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
८८
www.kobatirth.org
જીવન વિકાસનાં વીસ સોપાન
जे य कन्ते पिये भोओ लद्वेवि पिट्ठिकुब्बइ साहीणे चअइ भोओ से हु चायिति वुच्चइ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दशवैकालिक.
જે પ્રાપ્ત મનોહર અને પ્રિય વસ્તુઓ પ્રત્યે પીઠ બતાવે છે અર્થાત્ પ્રાપ્ત ભોગોનો પણ જે ત્યાગ કરે છે તે સાચો ત્યાગી છે.
કોઈ વ્યક્તિ પોતાની છાયા પકડવા તેની પાછળ દોડે છે. પણ છાયા તેના હાથમાં પકડાતી નથી. તે દોડીને હાંફવા લાગ્યો છે, તે સમયે એક પથિકે તેને એક ઉપાય બતાવ્યો કે તું છાયા પ્રત્યે પીઠ કરીને દોડ તો છાયા તારા પ્રત્યે દોડતી આવશે. તે સૂર્ય પ્રત્યે મુખ રાખીને દોડવા લાગ્યો. અર્થાત્ તેણે દિશા બદલી, છાયા તેની પાછળ આવવા લાગી.
વૃક્ષ પર બેઠેલાં કાચાં ફળને તોડવા પડે છે. પરંતુ પાકાં ફળ સ્વયં વૃક્ષનો ત્યાગ કરે છે. તે ફળ પણ સ્વાદિષ્ટ હોય છે. વિચારોમાં પણ જ્યારે સમજણની પરિપક્વતા આવે છે, દૃઢતા, નિર્મળતા અને ઉચ્ચતા આવે છે ત્યારે સંસારનો ત્યાગ સહજ બને છે. અને ત્યાગીને પોતાના ત્યાગનો આનંદ આવે છે.
એક યોગીની પાસે પારસમણિ હતો. તેના વિષયમાં પરંપરાગત એવી પ્રસિદ્ધિ છે કે તના સંપર્કથી લોઢું સોનું બની જાય છે. કોઈ નિર્ધન વ્યક્તિ તે યોગીની પ્રેમપૂર્વક સેવા કરતો હતો. યોગીએ સંતુષ્ટ થઈ તેને કંઈ માંગવા કહ્યું. તેણે પારસમણિ માંગ્યો. યોગીએ તે આપ્યો.
તે ગરીબ, પારસમણિ લઈને પોતાને ઘેર પહોંચ્યો. તેણે કુટુંબીઓને પ્રભાવિત કરવા પેલો પત્થર લોઢાની કોઠીમાં મૂકી પ્રયોગ કર્યો, સાંજ પડી પણ લોઢાની કોઠીમાં કંઈ પરિવર્તન ન થયું. તે કુટુંબીઓને પોતાની ઉપલબ્ધિની વાત કરતો, રહ્યો અને કોઠી સોનારૂપ થઈ નહિ એટલે સૌ તેની હાંસી કરવા લાગ્યા. આથી પોતે ઘણો દુ:ખી થયો. પોતાની સેવા વ્યર્થ ગઈ. યોગીએ તેને પારસને નામે ભળતો પત્થર આપ્યો છે તેમ તે વિચારવા લાગ્યો.
બીજે દિવસે યોગી જ્યાં સમાધિસ્થ હતા ત્યાં તે પહોંચ્યો. સમાધિમાંથી જાગૃત થતાં યોગીએ પોતાના ભક્તને આંખમાં આંસુ સારતો બેઠેલો જોઈને પૂછ્યું ભાઈ ! હવે તને શું દુઃખ છે ? શું પારસમણિ મળવા છતાં પણ તારું દુઃખ દૂર ન થયું ?
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ત્યાગ
www.kobatirth.org
૮૯
ભક્ત - યોગીરાજ ! ‘‘આપે જે પારસ આપ્યો હતો તે પત્થર પુરવાર થયો. પત્થરથી લોઢું કેવી રીતે સોનું બને ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગીરાજ - નહિ ભાઈ ! મેં તને પારસ જ આપ્યો છે. તેં કદાચ પ્રયોગ ખોટો કર્યો હશે !''
ભક્ત
-
પ્રયોગમાં શું ભૂલ હોય ? લોઢાને સ્પર્શ થવા માત્રથી તે સોનામાં રૂપાંતરિત થાય તેવી શક્તિ હોય તો જ તે પારસ માની શકાય મેં તે પારસને લોઢાની કોઠીમાં આખો દિવસ રાખી મૂક્યો છતાં પણ લોઢાની કોઠી સોનામાં રૂપાંતરિત થઈ નહિ. આપ સ્વયં આવો અને આપની આંખોથી જુઓ.
યોગી તે ભક્તની સાથે તેના ઘેર ગયા. કોઠી ઘણી જૂની હતી તેની અંદર કાટ, ધૂળ અને જાળાં જામેલાં હતાં. પારસ તેમાં આખો દિવસ પડ્યો રહ્યો પણ પ્રયોગ કેવી રીતે સફળ થાય ? યોગીએ કોઠીને સાફ કરાવી. પછી તેમાં પારસ મૂકીને તેનો પ્રભાવ પ્રગટ કર્યો.
સાધુઓનાં પ્રવચન પારસના પત્થર જેવાં છે. પણ જ્યાં સુધી શ્રોતાના મનની શુદ્ધિ થતી નથી ત્યાં સુધી તે પવિત્ર વાણીનો પ્રભાવ મન પર પડતો નથી. પ્રવચનના પ્રભાવની અપેક્ષા હોય તો પ્રથમ તેમાં જામેલા કાટ, ધૂળ અને જાળાંને દૂર કરો. અર્થાત્ મનમાં ભરેલા વિષયાદિના વિકારોનો ત્યાગ કરો.
તમે જૈન સાધુઓની ઉપાસના કે સત્સંગ કરો તો તે તમને શું કહેશે ? તેઓ ત્યાગી છે તેથી રોજ તેઓ તમને કંઈ પણ ત્યાગ કરવાનું કહેશે. પ્રથમ બાહ્ય ત્યાગનો ઉપદેશે આપશે.
એક ત્યાગીએ કોઈ એક શ્રાવકને દૂધીનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા આપી. શ્રાવકે ઘેર જઈને પોતાની પત્નીને કહ્યું કે ‘સાધુની પ્રેરણાથી મેં દૂધીનો ત્યાગ કર્યો છે માટે કોઈ બીજું શાક મારે માટે બનાવજે. પત્નીએ વિચાર કર્યો કે જે લોકો આ સાધુઓના ચક્કરમાં આવે છે તે પ્રથમ દૂધીનો ત્યાગ કરે છે, અને એમ કરતાં કરતાં પૂરા પરિવારનો ત્યાગ કરે છે. તેથી ત્યાગની આ જાળમાં પડવું ઠીક નથી. આથી તે ક્રોધમાં આવીને બોલી ‘“મારા ઘરમાં દૂધીનું શાક બનશે, આવા ત્યાગની વાત આ ઘરમાં ચાલશે નહિ, તમારે ખાવું હોય તો ખાજો.’'
પત્નીના મુખેથી તીખા શબ્દો સાંભળી પતિનો અહંકાર ઘવાયો. તે પણ ક્રોધાવેશમાં આવી પત્નીને ગાળો દેવા લાગ્યો. પણ પત્ની એમ ગભરાય તેવી ન હતી. તેણે તરત જ ચૂલામાંથી બળતું લાકડું કાઢ્યું અને પતિ તરફ જવા લાગી. તેની આક્રમક મુદ્દાથી ભયભીત થઈને તે ભૂખ્યો
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
જીવન વિકાસનાં વીસ સોપાન પોતાના નિવાસેથી બહાર નીકળી વન તરફ ભાગ્યો પત્નીએ તેનો પીછો પકડ્યો, તેથી તે માર્ગમાં નદીતટ પર આવતા એક ખાડામાં સંતાઈ ગયો પતિને ન જોવાથી પત્ની પાછી વળી.
ક્ષુધાતુર પતિદેવને ઠંડી રેતીમાં નીંદ આવી ગઈ લગભગ મધ્યરાત્રિ થતાં ત્યાં ચાર ચોર આવ્યા, અને નદીતટ પર બેસીને તેઓ ધનનો ભાગ પાડીને સૌનો માલ બાંધવા લાગ્યા. આ બાજુ પતિદેવને ઊંઘમાં સ્વપ્ન આવ્યું. તેમાં તેણે પત્નીનું રૌદ્ર રૂપ જોયું અને ભયભીત થઈ બૂમ પાડી ઊઠ્યો “ખાઈ જઈશ” “ખાઈ જઈશ' તું રોકાઈ જા “(અર્થાત્ તું બળતું લાકડું ફેંકી દે હું દૂધીનું શાક ખાઈ લઈશ. મને માર નહિ રોકાઈ જા.).
આતો કોઈ ભૂતનો અવાજ છે માની ચોરો ગભરાઈ ગયા અને ત્યાંથી ભાગી જવાનું ઉચિત માની ધનના પોટલાં ત્યાં મૂકીને ભાગી ગયા. ચોરોને ભાગી જવાના પગલાના અવાજથી પતિદેવ જાગી ગયા. ચોરોએ મૂકેલા ધનના પોટલાં ઉઠાવી તે ઘરે ગયો અને પત્નીને કહ્યું “લે આ ત્યાગનું ફળ
ધન જોઈને ભલા કોની પત્ની ખુશ ન થાય ? તેણે તરત જ કંસાર રાંધવાની તૈયારી કરી. પતિદેવને ભોજન પિરસતાં કહે હવે હું પણ તમારી સાથે દૂધીનો ત્યાગ કરું છું.
ऐसा सौगन जरूर करना धन की गांठे घर में धरना त्याग करूंगी मैं भी नाथ
चला करूंगी तुमारी साथ ॥ નમિ રાજર્ષિનો મોક્ષ સાધક સાચો ત્યાગ
નમિરાજ મિથિલાના શાસક હતા રોગ, વૃદ્ધત્વ, મૃત્યુ પ્રત્યેક પ્રાણીની પાછળ પડેલાં જ છે. નમિરાજ તેમાંથી અપવાદ ના હોય. એક દિવસ તે ભયંકર દાહજ્વરથી પીડાવા લાગ્યા વૈદ્યોએ શરીર પર ચંદનનો લેપ કરવાની સલાહ આપી. પતિ સેવાથી પ્રેરાઈને અંતઃપુરની હજાર રાણીઓ ચંદન ઘસવા તત્પર થઈ. ચંદન ઘસતી જાય, કોઈ સૂચના આપતી જાય. આમ બે હજાર હાથોની ચૂડીઓનો ખણખણ અવાજ એક સાથે થવા લાગ્યો તેના તીવ્ર અવાજથી નમિરાજને શિરદર્દ થવા લાગ્યું, તેની અશાંતિ વધવા લાગી.
રાજા ચિત્કાર કરી ઊઠ્યો અને પૂછ્યું કે આવો ભયંકર અવાજ કયાંથી આવે છે? સેવામાં હાજર મંત્રીએ વિગત જણાવી. એક સમય એવો હતો કે
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ
ચૂડીઓનો અવાજ રાજાને મધુર લાગતો હતો. રોગોથી પીડાતા એ રાજાને આજે અવાજ અપ્રિય થઈ પડ્યો. તેમની સૂચનાનો અમલ થતાં અવાજ તરત જ બંધ થઈ ગયો. ત્યાં વળી રાજાને સંદેહ ઊઠ્યો કે શું ચંદન ઘસવાનું કામ બંધ કરવામાં આવ્યું?
મંત્રીએ સ્પષ્ટતા કરી કે “મહારાજ ! ચંદન ઘસવાનું કામ તો ચાલુ છે પણ પ્રત્યેક રાણીઓએ હાથ પર સૌભાગ્યની ચૂડી રાખી છે અને બાકીની ચૂડીઓ ઉતારી લીધી છે તેથી અવાજ બંધ થયો છે.
આ વિગત જાણી નમિરાજ અત્યંત ગંભીર થઈ વિચારવા લાગ્યા કે શાંતિ એકમાં છે કે અનેકમાં છે? સંસારમાં પરિવારથી ઘેરાયેલા રહેવું અને શાંતિ અનુભવવી અત્યંત કઠિન છે. એવી ગહન દશામાં નમિરાજાએ નિર્ણય કર્યો કે એકમાં જ શાંતિ છે તો પછી આ રોગ શમી જતાં હું પરિવારનો ત્યાગ કરીશ. સંકલ્પના બળે જોત જોતામાં દાહજ્વર શમી ગયો. અને રાજાએ પ્રાતઃકાલ થતાં સમસ્ત પરિવાર, રાજ્ય, તથા વિપુલ સંપત્તિનો ત્યાગ કરી મુનિવેશ ધારણ કરી જંગલની વાટ પકડી અને સંયમ તથા તપ દ્વારા આત્માને પવિત્ર કરતા વિહરવા લાગ્યા આ સાચો ત્યાગ છે.
એક ખેડૂતના ઘરમાં ઘઉંનો ભરેલો થેલો પડ્યો હતો. છતાં પણ તે ભૂખમરો વેઠીને મૃત્યુ પામ્યો. લોકો માનતા કે ખૂબ કંજૂસ હતો. વાસ્તવમાં વાત જુદી હતી.
અસલમાં ઘરમાં અનાજ હોવા છતાં ભૂખથી મરનાર ખેડૂત મહાન ત્યાગી હતો. તેના મૃત્યુ પછી રાજ્યના સેવકો જ્યારે એ ઘઉંનો કોથળો ઉપાડવા લાગ્યા ત્યારે તેની નીચેથી એક ખેડૂતના હસ્તક્ષરની ચિઠ્ઠી મળી. તેમાં લખ્યું હતું કે “હમણા દુષ્કાળનો સમય છે. “જો હું આ ઘઉંનો ભોજન માટે ઉપયોગ કરું તો હવે પછી ખેડૂતોને વાવવા માટે બી મળશે નહિ,” સર્વ ખેડૂતો ખેતી કરી શકે તે માટે મેં ભૂખ્યા રહીને આ ઘઉં બચાવ્યા છે. તેથી ખેતીના યોગ્ય સમયે ખેડૂતોને ઘઉં વહેંચી દેવા મારી આ આખરી ઇચ્છા છે. સૌ સુખી થાઓ.”
ચીઠ્ઠીમાં લખેલું રહસ્ય જ્યારે પ્રગટ થયું ત્યારે સૌએ તેના ત્યાગની અત્યંત પ્રશંસા કરી. અન્યની ભલાઈ માટે કરેલો ત્યાગ સંસારમાં પ્રશંસનીય અને ચિરસ્મરણીય બને છે.
એક શ્રાવિકાને ઘેર એક સાધુ ભિક્ષા માટે આવ્યા. તે મોટા તપસ્વી હતા. તે ભિક્ષા લઈને બહાર નીકળ્યા ત્યાં તો સર્વ લોક તે શ્રાવિકાની પ્રશંસા કરવા લાગ્યાં. પડોશમાં એક વેશ્યા રહેતી હતી. તેને આવી પ્રશંસા સાંભળી તે પ્રાપ્ત કરવાનું મન થયું તેણે ઘણા સાધુઓને ભિક્ષા માટે
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨
જીવન વિકાસનાં વીસ સોપાન આમંત્રણ મોકલ્યું પરંતુ નિયમાનુસાર ભિક્ષા પ્રાપ્તિની આશા ન હોવાથી કોઈ ભિક્ષા લેવા આવ્યું નહિ.
આખરે એક ભાંડ એક સાધુનો વેશ લઈને ભિક્ષા લેવા આવ્યો. વેશ્યાએ ખૂબ આદરસત્કાર સહિત બહુમૂલ્ય સ્વાદિષ્ટ ભોજન તેના પાત્રમાં આપ્યું. ભાંડ સડક પર ઊભો ઊભો તે ખાવા લાગ્યો. લોકો જાણતા હતા કે એ ભાંડ છે તેણે ખોટો વેશ ધારણ કર્યો છે. તેથી લોકો પ્રશંસા કરવાને બદલે તેને પત્થર મારવા લાગ્યા, આથી તે બોલ્યો :
वह साधु वह श्राविका तू वैश्या में भांड थारा मारा भग्य सूं
पत्थर बरसे रांड ત્યાગ વિવેક સહિત હોવો જોઈએ. ત્યાગ અને ત્યાગનું અંધ અનુસરણ કરવાથી આવી દુર્દશા થાય છે. પ્રવચન પછી તમને પૂછવામાં આવે કે સંસાર કેવો છે ? તમે કહો કે “સંસાર તો ઝેર જેવો છે.' પછી તમને કહેવામાં આવે, તો હવે ચાલો અમારી સાથે, તો કેટલા માણસો તૈયાર થશો ? ત્યાગ ખરેખર કઠિન માર્ગ છે. છતાં જીવનનો આધ્યાત્મિક વિકાસ વિવેક સહિત ત્યાગ વગર શકય નથી.
૧૪. દાન દાનવીર પુણ્યાત્માઓ!
દાનમાં ત્યાગ સમાહિત હોય છે. દાનમાં ત્યાગ કરવો પડે છે પણ ત્યાગમાં દાન વિશેષત: સાધુ જનો કરતા નથી. અણગાર ઘરનો ત્યાગ કરે છે પણ ઘરનું દાન કરતા નથી. ત્યાગમાં મમતાનો ત્યાગ છે. દાનમાં પરોપકારવૃત્તિ છે.
अनुग्रहार्थ स्वस्यातिसर्गो दानम् । विधि द्रव्य दातृ पात्र विषेशाद्तविशेषः ॥
- શ્રી તત્ત્વાર્થ સૂત્ર અનુગ્રહાયને માટે પોતાની વસ્તુનો ત્યાગ કરવો તે દાન છે વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્રની વિશેષતાથી દાનમાં વિશેષતા ઉત્પન્ન થાય છે.
આ સૂત્રથી એ ફલિત થાય છે કે દાનમાં ત્યાગની અપેક્ષાએ અધિક વિચાર કરવો જરૂરી છે. દેશ કાળ તથા ઔચિત્યનો તથા દાન ગ્રહણ
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાન
૯૩
કરવાવાળાને પોતાના સિદ્ધાંતોને બાધક ન થાય તે વિચાર જરૂરી બને છે. ખાસ કરીને અણગારોને માટે, એ વિધિવિચાર છે. દાનને યોગ્ય વસ્તુના ગુણ દોષ જેવા, ઉપયોગિતા વગેરેનો વિચાર કરવા તે દ્રવ્ય વિચાર છે. દાનપાત્ર પ્રત્યે તિરસ્કાર ઉપેક્ષા કે અનાદર ન હોવો જોઈએ. અને દાન કર્યા પછી કોઈપણ પ્રકારનો પશ્ચાતાપ, શોક કે વિષાદ થવો ન જોઈએ તે પ્રકારને દાતૃ-વિચાર કહે છે. જેને દાન આપ્યું છે તે સુપાત્ર છે કે નહિ, તે દત્ત વસ્તુનો સદુપયોગ કરશે કે દુરુપયોગ કરશે વગેરે વિચાર કરવા તે પાત્ર વિચાર છે. આમ દાનમાં વિવિધ વિચારણા સમાયેલી છે.
દાન જીવનના સદ્ગુણોનું મૂળ છે. દયાને ધર્મની માતા કહી છે. 'धम्मस जगगी दया'
તે ધર્મ દાન છે. દાન દયાની સવિશેષ અભિવ્યક્તિ છે. જ્યાં સુધી હૃદયમાં સહાનુભૂતિ થતી નથી કે અનુકંપા થતી નથી, ત્યાં સુધી મનુષ્ય દાન કરવા પ્રેરાતો નથી દાનની દુર્લભતા છે.
शतेषु जायते शूरः सहस्त्रेषु च पंडितः वक्ता दशसहस्त्रेषु
दाता भवति वा न वा !! - સેંકડો વ્યક્તિમાં કોઈ એક શૂરવીર હોય છે. હજારોમાં કોઈ એક પંડિત હોય છે. દસ હજારમાં કોઈ એક વક્તા હોય છે. અને દાતા તો હોય પણ અને ન પણ હોય.
ભોજનનું નિમંત્રણ મળતાં મુખ મલકાઈ જાય છે, પણ દાનનો પ્રસંગ આવતા નિમંત્રણ મળતાં મુખ દિવેલ પીધા જેવું થઈ જાય છે. કૃપણને દાન દેવાના સમયે બજારમાં મંદી, આયોજન પૂરું થવાનું એવી હજાર વાતો યાદ આવે છે. પરંતુ આયકર અધિકારીને ખોટા હિસાબો માન્ય કરવા પેપર વેઈટ આપતાં તે ઉદાર થઈ જાય છે. ત્યારે એક પણ બહાનું મળતું નથી. જે માંગે તે કૃષ્ણાર્પણમસ્તુ.
પરંતુ સજ્જનો ! યાદ રાખજો આવી લાચારીથી કરેલા દાનનું કંઈ મૂલ્ય નથી. વાસ્તવમાં એ દાન નથી. ભલે તે ગુપ્તદાન માનવામાં આવે પરંતુ અનુકંપાથી પ્રેરાઈને કોઈપણ પ્રકારની સ્પૃહારહિત આપવામાં આવતા દાનમાં જમીન અસમાન જેટલું અંતર છે. પ્રથમનો પ્રકાર પાપ ઢાંકવા માટે છે. બીજો પ્રકાર પુણ્યોપાર્જન માટે છે. પ્રથમમાં દીનતા છે, બીજામાં સ્વેચ્છાએ આનંદ પૂર્વક આપેલું દાન છે. તેથી તે ગૌરવપૂર્ણ છે.
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૪
જીવન વિકાસનાં વીસ સોપાન
ધનની ત્રણ ગતિ મનાય છે. દાન, ભોગ અને નાશ, જો ધનનો દાનમાં કે ભોગમાં ઉપયોગ કરવામાં આવતો નથી તેના ધનની ત્રીજી ગતિ અર્થાત્ નાશ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दातव्यं भाक्तव्यम्
सति विभवे सञ्चयो न कर्तव्यः ।
पश्येह मधुकरीणाम् सञ्चितमर्थं हरन्त्यन्ये
- સારંગધર પદ્ધતિ.
ધનપ્રાપ્તિ પછી તેનું દાન કરો અથવા ભોગ કરો. પરંતુ સંગ્રહ નહિ કરો, નહિ તો જેમ મધમાખીઓએ સંચિત કરેલું મધ કોઈ બીજો લઈ જાય છે તેવી દશા થશે.
ધન હોવા છતાં જે દાન કરતો નથી કે ભોગવતો નથી તે ખરેખર તે ધનનો સ્વામી નથી, તે કંજૂસ ઘાસના પૂતળા જેવો છે, કે જે અન્ય માટે અનાજની રક્ષા કરે છે.
વ્યક્તિ જ્યાં જ્યાં દાન કરે છે ત્યાં ત્યાં તેનો આત્મા ઉજ્જ્વળ બને છે. ગૃહસ્થનો ધર્મ દાન છે. દાન ન કરવાવાળો જો ગૃહસ્થ કહેવાય તો પક્ષી પણ ગૃહસ્થ કહી શકાય કારણ કે તેઓ પણ ઘર બાંધે છે. ઉત્તમ ગૃહસ્થ એ છે કે યાચકની આવશ્યક્તાને તરત જ સમજી લે છે અને તે યાચના કરે તે પહેલાં તેને વસ્તુનું દાન કરે છે.
उत्तमो प्रार्थितो वत्ते,
मध्यमः प्रार्थितः पुनः । याचकैर्याच्यमानोऽपि,
दत्ते न त्वधमाधमा । चन्द्र चरितम्
માંગ્યા વિના દાન કરવાવાળો ઉત્તમ છે. માંગ્યા પછી આપે તે મધ્યમ છે. માંગ્યા છતાં જે યાચકને આપતો નથી તે અધમ છે.
જે સુપાત્રમાં દાન કરે છે અને પ્રતિદિન પોતાની જરૂરિયાત પ્રમાણે ઉપભોગ કરે છે તે ધન તમારું હોય છે. અન્યથા તે ધન અન્યનું છે તમે કેવળ તેના રખેવાળ રહો છો.
દૃષ્ટાંત : સર હુકમીચંદ ઇન્દોરમાં કાપડ બજારમાં રાજા કહેવાતા હતા. તેમની પાસે કરોડોની સંપત્તિ હતી. એક દિવસ તેમનું સ્વાસ્થ્ય ઠીક ન હતું. તે પોતાના મહેલમાં સુખશય્યા પર આરામ કરતા હતા. એક મિત્ર
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાન
૯૫ તેમને મળવા આવ્યા. તેમણે પૂછ્યું કે “તમે તમારી વિશાળ સંપત્તિનું વસિયતનામું બનાવ્યું છે?”
શેઠજી – સંપત્તિ ! મારી પાસે તો કેવળ સત્તરલાખની રકમ છે. પરંતુ તેનું વસિયતનામું થઈ શકે તેમ નથી.
મિત્ર - કરોડોની મિલકતના માલિક હોવા છતાં તમે સત્તર લાખની વાત કરો છો ? તમને કોઈ ભ્રમ થયો નથી ને ?
શેઠજી - ભાઈ ! મને કોઈ ભ્રમ થયો નથી મેં ફક્ત સત્તર લાખની રકમનું દાન કર્યું છે તેથી હું તેનો સ્વામી છું. શેષ સંપત્તિ કે જેને આપ જુઓ છો તેના માલિક તો પુત્રપૌત્રાદિ છે. દાન દ્વારા જે પુણ્યોપાર્જન થયું તે જ મારી સાથે આવશે. બાકી તો સર્વ અહીં છૂટી જશે ને ?
યથાર્થ સમજપૂર્વક કરેલા દાનનો જ હું માલિક છું.
મહાભારતના યુદ્ધક્ષેત્રમાં એક દિવસ કર્ણ ઘાયલ થઈને પડ્યો હતો. શ્રીકૃષ્ણ તેની દાનવીરતાની પરીક્ષા કરવા બ્રાહ્મણ વેષ ધરીને તેની પાસે આવ્યા. તે વખતે કર્ણની પાસે કોઈ આપવા યોગ્ય વસ્તુ ન હતી. કર્ણ વિચારવા લાગ્યો જે યાચક ખાલી હાથે જશે તો તેનો નિયમ ભંગ થશે. તે તેની દાનવીરતાની પ્રસિદ્ધિને કલંકરૂપ થશે. કર્ણની દાન કરવાની તીવ્ર આકાંક્ષા હતી. તરત જ તેને વિચાર ફૂર્યો કે તેના દાંતમાં સોનાની એક મેખ લગાવેલી છે. તરત જ તેણે પત્થર દ્વારા દાંત તોડીને સુવર્ણમેખને બહાર કાઢી, અને બ્રાહ્મણવેશ ધારી ઍકૃષ્ણ ને અર્પણ કરી. શ્રીકૃષ્ણ પ્રસન્ન અને સંતુષ્ટ થયા અને પ્રગટ થઈ તેની પ્રશંસા કરી.
કુદરતના પ્રકારોમાં એક અનોખી ભાષા હોય છે. તટ પર જળ પ્રવાહની લહેરોને ટકરાવતા સરોવરે એક દિવસ સરિતાને પૂછ્યું “ઘણે દૂરથી લાવેલી જણસંપદાને ખારા સમુદ્રમાં ઠાલવીને કેવી મૂર્ખાઈ કરે છે ?
સરિતા : - પ્રતિફળની આકાંક્ષા રહિત નિરંતર પ્રદાન મારો ધર્મ છે. દાન માં જીવનની સફળતા છે, સંગ્રહ કરવામાં નહિ.
થોડા મહિના પસાર થયા ગરમીની ઋતુ શરૂ થઈ સરોવરનું પાણી સુકાઈ ગયું. કાદવ કીચડ માત્ર શેષ રહ્યાં હતાં, તેની આવી દુર્દશા જોઈને સરિતા બોલી સરોવર ! તારી જલરાશિ કયાં ગઈ ? હું ક્ષીણકાય થવા છતાં જીવિત છું કારણ કે નિરંતર વહ્યા કરું છું. અને પ્રદાન કરું છું.
સરોવર લજ્જિત થઈ અધિક સુકાઈ ગયું. તેને ઘણો પશ્ચાતાપ થયો. પણ સમય વીતી ગયા પછી સર્વ વ્યર્થ હોય છે.
ગુણોનો વિકાસ પર્યાપ્ત નથી તેની પરાકાષ્ઠા જ જીવને સમગ્રપણે
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬
જીવન વિકાસનાં વિસ સોપાન વાસનાથી મુક્ત કરે છે. વિદ્રોહી ડેન્માર્કની પ્રજાએ પંચડ યુદ્ધમાં આલ્ફડની સેનાને હાર આપી. પરાજિત આફ્રેડ તેની રાણી અને થોડા સૈનિકો સાથે એક દુર્ગમાં છુપાઈ ગયા હતા દિવસો પસાર થતા હતા ખાદ્યસામગ્રી પૂરી થઈ ગઈ હતી. દરેકને ત્રણ દિવસના ઉપવાસ થયા હતા, આવી પરિસ્થિતિમાં એક સુધાતુર સૈનિક આલ્ફડની પાસે આવ્યો, અને કંઈક ખાવાની વસ્તુ માંગવા લાગ્યો.
આલ્ફડે તેની રાણી સામું જોયું ઘણા દિવસ પછી ઘણી મુશ્કેલીએ આજે એક રોટલી મળી હતી. રાણીએ તેના બે ભાગ કરી રાખ્યા હતા. આલ્ફડે રાણીને કહ્યું “રાણી આ સૈનિક અતિ ભૂખ્યો છે, તમે મારા ભાગની અડધી રોટલી એને આપો વળી સૈનિકો ખોરાકની શોધમાં ગયા છે તે અવશ્ય કંઈક લઈને આવશે. રાણી પતિપરાયણ અને ઉદાર હતી. તેણે ક્ષુધાતુર સૈનિકને બંનેના ભાગની રોટલી ભેગી કરીને આપી દીધી. પુણ્યનું ફળ પણ તાત્કાલિક મળ્યું. થોડી જ વારમાં સૈનિકો પૂરતી ખાદ્ય સામગ્રી લઈને આવી પહોંચ્યા શ્રદ્ધા વગર આવું સાહસ કોણ કરે ? કોઈ વિચારકે સુંદર વાત કહી છે. ___ "लो मत भलेही स्वर्ग मिलता हो
किन्तु देदो भले ही स्वर्ग देना पडे !" દૃષ્ટાંત : એક દરિયાખેડુએ પોતાના વ્યવહારમાં આ આદર્શ ચરિતાર્થ કર્યો હતો. દોબ્રીવે પોતાના જહાજમાં માલ ભરીને વ્યાપારાર્થે અન્ય દેશ પ્રત્યે જઈ રહ્યો હતો. માર્ગમાં ગુલામોને ભરીને જતું એક જહાજ તેણે જોયું તેનું મન અત્યંત સહાનુભૂતિથી દ્રવિત થઈ ગયું. તે જહાજના માલિક સાથે વાતચીત કરીને તેણે જહાજની બદલી કરી લીધી. ગુલામોની પૂરી કિંમત ચૂકવવા તે જહાજને પોતે પોતાની કિંમતી વસ્તુઓ આપીને ખરીદી લીધું પછી દરેક ગુલામોને તેણે સૌ સૌના સ્થાને રવાના કર્યા. ત્યાર પછી એક કન્યા અને એની દાસી બાકી રહી ગયાં. કન્યા રૂસના સમ્રાટની રાજકુમારી હતી તે પોતાને દેશ પાછી જવા માંગતી ન હતી દોબ્રીવેની આવી ઉદારતા જોઈને તે એવી પ્રભાવિત થઈ ગઈ કે તેણે દોબ્રીવે સાથે રાજીખુશીથી લગ્ન કરી લીધાં.
દોબ્રીવે જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે આ હકીકતથી તેના પિતા ખૂબ નારાજ થયા તેમને આવી ઉદારતા ખપતી ન હતી. છતાં તેમણે કોબ્રીવને ફરીથી બીજું જહાજ આપી રવાના કર્યો, પરંતુ તે એક કોઈ દેશમાં પહોંચ્યો ત્યાં ખબર મળી કે રાજ્યના કરની રકમ ન ભરવાથી ઘણા લોકોને જેલમાં પૂરવામાં આવ્યા છે. તેણે પોતાના જહાજની તમામ સામગ્રી વેચને રાજ્યમાં
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાન દરેકનો કર ભરી સૌને જેલમુક્ત કર્યા. સૌએ તેને હાર્દિક અભિનંદન આપ્યા. સૌ તેના મિત્ર બની રહ્યા. આ તેની મૂડી હતી.
વળી ખાલી જહાજ સાથે તે દેશમાં પહોંચ્યો. હકીકત જાણી પિતા ખૂબ નારાજ થયા પરંતુ બંને યાત્રાના ફળસ્વરૂપે જે પ્રાપ્ત થયું હતું તેનાથી કંઈક સંતુષ્ટ હતા. એથી ત્રીજીવાર કડક સૂચના આપીને તેમણે દોબ્રીવને પરદેશ મોકલ્યો. એક સ્થળે જહાજ વિસામા માટે રોકાયું હતું. ત્યાં રૂસનો સમ્રાટ પોતાની પુત્રીની શોધમાં નીકળ્યો હતો. તે ફરતો ફરતો દોબ્રીવની પાસે આવ્યો તેની આંગળી પર પોતાની પુત્રીની વીટી જોઈ તે આશ્ચર્ય પામી પ્રસન્ન થયો. તેણે દોબીવ પાસેથી સર્વ વૃત્તાંત સાંભળ્યું અને કહ્યું કે મારી યાત્રા સફળ થઈ હું હવે રૂસ પાછો જાઉં છું. તમે મારા આ મંત્રીને લઈ પાછા તમારે દેશ જાઓ અને તમારા સમગ્ર પરિવારને લઈને રૂસ આવો.
દોબ્રીવે મંત્રી સાથે દેશ પાછો ફર્યો અને પોતાના પરિવારને લઈને રૂસ જવા નીકળ્યો મધ્ય દરિયે પહોંચ્યા ત્યાં મંત્રીની દાનત બગડી તેણે વિચાર્યું જે આ દોબીવેને દરિયામાં ધકેલી દઉં તો રાજકન્યા મારું શરણ લઈ મને સ્વીકારી લેશે. આમ વિચારીને તેણે દોબ્રીવેને દરિયામાં ધકેલી દીધો. અને રાજકુમારીને પોતાની કરવા પ્રયાસ કર્યો પરંતુ ગુણગ્રહણની દૃષ્ટિ વાળી તે રાજકુમારીને આવા દ્રોહીને પતિ બનાવો ઉચિત કેમ લાગે ? છતાં તેને દરિયો પાર કરવાનો હતો તેથી કુશળતાથી કામ લીધું પોતાનો ભાવ ગુપ્ત રાખી તેણે મંત્રીને કહ્યું તમારી વાત સાચી છે હવે દોબ્રીવ જીવતો મળવાનો નથી માટે અમારે તમારું શરણ છે. પણ આ બાબતનો આખરી નિર્ણય રૂસ પહોંચીને કરશું. કામાંધ માનવ હંમેશાં અંધારામાં રહે છે. મંત્રીએ રાજકન્યાની વાત માની લીધી
નસીબનો બળિયા દોબ્રીવેને દરિયામાં તરતાં તરતાં એક જહાજ મળ્યું તેના માલિકની તેણે સહાય માંગી, અને પ્રાપ્ત સંપત્તિનો અર્ધો ભાગ મળવાની શરતનો સ્વીકાર કરી તેણે દોબ્રીવેને રાજમહેલ સુધી સુરક્ષિત પહોંચાડી દીધો. દોબ્રીવેને જોઈને રાજા પ્રસન્ન થયા અને તેને રાજ્યસિંહાસન પર બેસાડી દીધો. આ બાજુ મંત્રી જહાજ લઈને હર્ષભેર રૂસ પહોંચ્યો પણ આ શું? રાજ્યસિંહાસન પર કોણ બેઠું છે? તેણે આંખો ચોળીને જોયું પણ વાસ્તવિકતા કંઈ છૂપી રહે છે ? પણ દોબીવે તો દિવ્ય માનવ હતો. તેણે મંત્રીનો અપરાધ માફ કરી દીધો.
રાજ્યસત્તાનો સ્વીકાર કરીને તેણે પોતાની શરત મુજબ રક્ષા કરનાર દરિયાખેડુને અર્થે રાજ્ય આપવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તે વળી દોબ્રીવે કરતાં પણ ઉદાર નીકળ્યો તેણે રાજ્યનો સ્વીકાર ન કર્યો.
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
જીવન વિકાસનાં વિસ સોપાન જગતમાં આવા માનવોનું જીવન આપણને ઘણું શીખવે છે. જે શાળા મહાશાળાઓમાં શીખવા મળતું નથી ગુણોના વિકાસમાં કદાચ સંકટ સહેવું પડે, પણ જ્યારે તેનું પરિણામ પાકે છે ત્યારે માનવ સ્વયં સંપૂર્ણપણે સુખને પામે છે.
દૃષ્ટાંત : રહિમ સાહેબ મહાદાની હતા. તેઓ કહેતા કે જો આવશ્યક વસ્તુ દાનમાં મળે તો તે ગ્રહણ કરવામાં કંઈ સંકોચ રાખવો નહિ. કારણ કે જેની ઉત્તમ ભાવના હોય છે તે આપે છે અને જરૂરત હોય તે લે છે. કારણ કે ધનવાન હોય તેની પાસે નિર્ધન જાય છે. તેથી ત્યાં જવામાં સંકોચ રાખવો નહિ. રહિમ સાહેબ જ્યારે દાન આપવા બેસતા ત્યારે પોતાની આંખો જમીન પર માંડી રાખતા તેના કારણમાં તે કહેતા :
देनेवाला और है, देत रहत दिन रैन । लोग भरम हमपर करै.
तप्ते नीचै नैन ॥ દેવાવાળો તો ભગવાન છે. અથવા એ પુણ્યયોગ છે, જેથી હંમેશાં દાન થયા જ રહે છે. પરંતુ લોકો ભ્રમથી મને દાતા માને છે. તેથી સંકોચવશ મારા નયન નીચાં ઢળી જાય છે. દાન કરો પણ માન રહિત તેવી તેમની શીખ છે.
___ "दया धरम का मूलं है, पाप म्मूल अभिमान" દાન ધર્મનું મૂળ છે, અભિમાન પાપનું મૂળ છે. દાનની સાથે જો માન ભળ્યું તો તે પુણ્યને બદલે પાપમાં પરિણમશે.
વળી જે દાન કરતા નથી અને અભિમાન કરે છે તેની શી દશા થશે ! એક તૃષાતુર ચાતક પાણીની પ્રાપ્તિ માટે પુનઃ પુનઃ વાદળોની તરફ જોયા કરતું હતું. તે વારંવાર વાદળોને યાચના કરી પોતાની વ્યથા વ્યક્ત કરતું, પરંતુ વાદળો ગાજ્યાં અને વરસ્યાં નહિ. એક પછી એક વરસ્યા વગર જ આકાશમાં આગળ વધી ગયાં. તે સમયે એક કવિએ ચાતકને કહ્યું :
रे रे चातक ! सावधानमनसा मित्र! क्षणं श्रूयताम् अम्मोदा बहवो वसन्ति गगने सर्वेपि न तादृशां ।
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ધર્મ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
केचिद् वृष्टिभिरार्द्रयन्ति धरणीम् गर्जन्ति केचिद् वृथा यं यं पश्यसि तस्य तस्य पुरतो मा बूहि दीनं वचः ॥
૯૯
હે મિત્ર ! ચાતક ! સાવધાનીથી એક ક્ષણ માટે મારી વાત સાંભળ આસમાનમાં ઘણાં વાદળો રહે છે તે સર્વ જળદાન કરે એવું નથી. કોઈ વરસીને ધરતીને ભીની કરે છે. અને કેટલાંક તો વ્યર્થ ગર્જે છે. તું જે જે વાળદોને જુએ છે તે સર્વેની સામે દીન વચનથી યાચના કરીશ નહિ કારણ કે કંજૂસ પાસે ધન હોવા છતાં છૂટતું નથી પણ જે સ્વભાવથી ઉદાર છે તે જ દાન કરે છે. કંજૂસ પાસે યાચના કરવી વ્યર્થ છે.
૧૫. ધર્મ
ધર્મપ્રેમીઓ !
ધર્મ જીવનરૂપી ઘડિયાળની ચાવી છે. મોટરમાં પેટ્રોલની, ચૂલામાં બળતણની, શરીરમાં અન્નની જેમ આવશ્યકતા છે તેમ જીવનમાં ધર્મની અત્યંત્યાવશ્યકતા છે.
ધર્મ જ જીવનની એક મર્યાદા છે વ્યવસ્થા છે. તે જ જીવનનું સંતુલન છે, અનુશાસન છે. તેમાં જીવન ગતિશીલ બને છે. ધર્મ ગુણ છે આત્મા ગુણી છે. ગુણ ગુણીમાં અભિન્નતા છે કારણ કે તે આત્માનો સ્વભાવ છે.
वत्सहावो धम्मो ॥
વસ્તુનો જે સ્વભાવ છે તે તેનો ધર્મ છે.
જેમ અગ્નિનો સ્વભાવ બાળવાનો કે ઉષ્ણ છે, જળનો સ્વભાવ બૂઝવવાનો-શીત છે. છતાં પણ આગના સંયોગથી પાણી બળવા માંડે છે. જો આગનો વિયોગ થાય તો ક્રમે ક્રમે જળ શીતળ થઈ જાય છે. કારણ કે તે તેનો સ્વભાવ છે. જે ઉષ્ણતા હતી તે તેની વિભાવદશા હતી.
For Private And Personal Use Only
આ પ્રકારે શાંતિ આત્માનો સ્વભાવ છે. અશાંતિ વિભાવ છે. કષાયના સંયોગથી આત્મા અશાંત થઈ જાય છે. જો તેનો સંયોગ છૂટી જાય તો પુનઃ શાંતિ-સ્વભાવમાં રમણ કરે છે. સદાચાર તથા પરોપકાર જેવા કાર્યોમાં જે શાંતિનો અનુભવ છે તે સાધનરૂપ છે તેથી તેને ધર્મ કહે છે.
જો હું કોઈને શત્રુપણે જોઉં છું તો તેને જોઈને અશાંત થાઉં છું.
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૦
જીવન વિકાસનાં વીસ સોપાન
અને વૈર, દુર્ભાવના, ઈર્ષા, ક્રોધ આદિ ઉત્પન્ન થાય છે. આ સર્વ વિભાવ અધર્મ છે.
मित्ती मे सव्वभूसु ॥
સર્વ પ્રાણી સાથે મારો મૈત્રી ભાવ રહો.
મૈત્રી આદિ ભાવનાઓ ધર્મમાં સહાયક તત્ત્વ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आहार निद्रा भय मैथुनञ्च सामान्यमेतत्पशुभिर्नराणाम् धर्मो हि तेषामधिको विशेषो धर्मेण हीनाः पशुभिः समानाः ॥
આહાર, નિદ્રા, ભય, મૈથુન તો પશુ તથા મનુષ્યમાં સમાનરૂપે હોય છે. કેવળ ધર્મ જ મનુષ્યમાં અધિક ગુણ છે. તેથી જે મનુષ્ય ધર્મ વિહીન છે તે પશુ સમાન છે.
ધર્મે ગાંધીજી જેવી વ્યક્તિ ભારતને પ્રદાન કરી હતી. તેમણે ધર્મની શક્તિ દ્વારા સંપૂર્ણ દેશને સ્વાધીન કર્યો.
મહાત્મા ગાંધીજીને એકવાર કોઈએ પૂછ્યું “તમારા જેવા શરીરે દૂબળા પાતળા માનવામાં આવી અગાધ શક્તિ કેવી રીતે મળી ? તમે જ્યાં પગ ઉપાડો છો ત્યાં તમારી પાછળ લાખો પગો દોડવા માંડે છે. તમારા વચન પર લાખો જનો જેલના દુઃખો ભોગવવા તૈયાર થાય છે. તમે જ્યાં નજર કરો છો ત્યાં કરોડો ચક્ષુઓ તમારા પ્રત્યે મીટ માંડે છે.’’
મહાત્માજીએ કહ્યું : “એ મારી શક્તિ નથી પણ ધર્મની શક્તિ છે. મેં મારા જીવનમાં સત્ય અને અહિંસાને પ્રતિષ્ઠિત કર્યાં છે. હું સત્યને જ પરમેશ્વર માનું છું. તેથી તે તેની શક્તિ છે.'' વળી પૂછ્યું : - ‘‘તે સત્ય કેવી રીતે અને ક્યાંથી પ્રાપ્ત થાય ?''
મહાત્માજી : ‘ક્યાંય બહાર નહિ પણ તમારા પોતાના હૃદયમાંથી સત્યની પ્રાપ્તિ થાય છે.
શાંતિની જેમ સત્ય પણ આત્માનો સ્વભાવ છે. બાળક નિર્દોષતાને કારણે જન્મથી સત્ય બોલે છે. તેને સત્યબોલવામાં સંકોચ કરવો પડતો નથી. સંકોચ અસત્ય બોલવામાં કરવો પડે છે. વળી અસત્ય છુપાવવા બીજું અસત્ય કરવું પડે છે. પુનઃ પુનઃ અસત્ય બોલવાથી આખરે વ્યક્તિ ચિંતાઓથી ઘેરાઈ જાય છે, અને તેની આંતરિક શાંતિ નષ્ટ થાય છે.
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ
૧૦૧ મનુષ્ય સહજ સત્ય બોલે છે તે શીખવા જવું પડતું નથી. કારણ કે સત્ય આત્માનો સ્વભાવ છે. ધર્મની સેંકડો વ્યાખ્યાઓ થઈ શકે છે.
धम्मो मंगलमुक्टिम् अहिंसा संजमो तवो । देवावितं नमंसन्ति
जस्स धम्मे सया मणो ॥ અહિંસા, સંયમ અને તપ રૂપી ધર્મ સર્વશ્રેષ્ઠ છે. જેનું મન સદા ધર્મયુક્ત છે તેને દેવતા નમે છે.
જેવી રીતે આપણને જીવવું પ્રિય લાગે છે તેમ સર્વ પ્રાણીઓને જીવન પ્રિય છે. જેમ આપણે દુઃખ કે મરવું ઇચ્છતા નથી, તેમ સર્વ પ્રાણીઓ દુઃખ કે મૃત્યુ ઈચ્છતાં નથી. આપણે જેમ અન્ય પાસેથી સુખદ વ્યવહાર ઇચ્છીએ છીએ તેવી રીતે સર્વ પ્રાણીઓ પ્રત્યે વ્યવહાર કરવો જોઈએ. જ્ઞાની જનોનો મુખ્ય ઉપદેશ એ છે કે કોઈની હિંસા કરવી નહિ.
___ अधर्मः प्राणिनां वधः ॥ પ્રાણીઓનો વધ કરવો તે અધર્મ છે.
ધર્મનું બીજું લક્ષણ સંયમ છે. મોટર ગમે તેટલી સુંદર કે મૂલ્યવાન હોય પરંતુ જો તેમાં બ્રેક ન હોય તો તેને ચલાવવાનું સાહસ કોઈ કરશે નહિ. કારણ કે તેમાં દુર્ઘટનાનો ભય છે. સંયમ જીવનમાં બ્રેકનું કામ કરે છે. તેનાથી જીવન નિર્ભય અને નિશ્ચિત બને છે. માનવનું શરીર સંયમ ધારણને માટે મળ્યું છે. જેમ બેકના અભાવમાં ગાડી કે યાત્રી સલામત નથી તેમ સંયમના અભાવમાં શરીર કે આત્મા સલામત નથી.
એક ઇતિહાસકારે વીસ વર્ષના નિરંતર પરિશ્રમ પછી ગ્રીસનો અતિ વિશાળ ગ્રંથ લખ્યો હતો. તેનો સારાંશ એ હતો કે ગ્રીસનું પતન અતિ વિલાસથી થયું. સાદગી અને સંયમ દ્વારા જ વિકાસ સંભવ છે.
ધર્મનું ત્રીજું લક્ષણ તપ છે. શારીરિક તથા માનસિક કષ્ટો, સંકટો કે ઉપસર્ગને શાંતિ અને સમતાપૂર્વક સહન કરવાં તે તપ છે. તેનાથી તેજસ્વિતા પ્રગટ થાય છે. આ પ્રકારે અહિંસા, સંયમ અને તપના આરાધનથી દુર્ગતિ નિવારી શકાય છે. દુર્ગતિથી ઉદ્ધાર કરવાને ધર્મ કહે છે.
दुर्गतौ प्रपतज्जन्तुध्धारणाद् धर्म उच्यते ॥ સંસાર સાગરમાં ડૂબવાવાળા જીવોને માટે ધર્મ દ્વીપ સમાન છે.
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૨
www.kobatirth.org
जरा मरणवेगेणं
बुज्झमाणाण पाणिणं ।
धम्मो दीवो पइट्ठाय
હે રાજન ! એક ધર્મ જ રક્ષક છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વિકાસનાં વીસ સોપાન
ગ સરળમુત્તમમ્ || ઉત્તરાધ્યાયન
વૃદ્ધાવસ્થા અને મૃત્યુના પ્રવાહમાં તણાતા પ્રાણીઓને ધર્મ દ્વીપ સમાન છે, ધર્મ પ્રતિષ્ઠા છે, ધર્મ ગતિ અને ઉત્તમ શરણ છે.
એનો દુ ધમ્મો નઙેવ તાળમ્ || ઉત્તરાધ્યાન
સમાન્ય વ્યવહારમાં પણ વિવિધ ધર્મો દર્શાવ્યા છે. ભૌતિક સમૃદ્ધિમાં જો નૈતિકતા હોય તો જ તે વ્યક્તિ બુદ્ધિમાન માનવી. જ્યારે અંતરમાંથી રાગ દ્વેષ ક્ષીણ કે નષ્ટ થાય ત્યારે આત્મકલ્યાણની સિદ્ધિ થાય છે. મનઃશુદ્ધિ થાય ત્યારે સ્વયં ધર્મ સ્થાપિત થાય છે.
अन्तः करणशुद्धित्वं धर्मत्वम् ॥
ચિત્તની શુદ્ધિ તે જ ધર્મ છે.
ગાય કાળી, સફેદ કે લાલ ગમે તે રંગવાળી હશે પણ તેનું દૂધ તો સફેદ જ મળશે. તે પ્રકારે વાસ્તવિક ધર્મ ભિન્ન ભિન્ન સંપ્રદાયોમાં પણ એક જ હોય. ઉપરનો દેખાવ નહિ પણ અંદરનો માલ બરાબર જોવો. દૂધમાં ક્રીમ કાઢી લીધા પછી સત્ત્વહીન દૂધની જેમ લોકો ધર્મની વહેંચણી કરે છે. પરંતુ તેમાંથી શાંતિ પ્રાપ્ત થતી નથી. સત્ત્વ હીન દૂધપાનથી ભલે માનો કે મેં દૂધ પીધું પરંતુ તેનાથી શક્તિ પ્રાપ્ત થતી નથી. દૂધ જેમ શક્તિવર્ધક હોવું જોઈએ તેમ ધર્મ પણ શાંતિદાયક હોવો જોઈએ તેની પરીક્ષા કરીને ગ્રહણ કરવો.
पन्ना सम्मिक्खअ धम्मम् ॥
બુદ્ધિ ધર્મની સમીક્ષા કે પરીક્ષા કરી શકે છે.
લોકોને ધર્મની સમીક્ષા કે પરીક્ષા કરવાનો સમય ક્યાં છે ? તેથી શાસ્ત્રોના નામ પર કહેવામાં આવતી વાતોને સાચી માનીને ભ્રમમાં પડે છે. હજારો વર્ષોથી એવી શાસ્ત્રના નામે ચાલતી વાતો પર હિંસક યજ્ઞ થતા આવ્યા છે. માંસાહાર- લોલુપ કહેવાતા પંડિતોએ યજ્ઞોમાં પશુવધ કરીને પોતે માંસ ખાધું. પ્રસાદના નામે જનતાને તે ખાવામાં પ્રેરણા આપી. તેથી ભગવાન મહાવીરે ઘોષણા કરી હતી કે ધર્મ પણ પરીક્ષા કરીને સ્વીકારવો. ધર્મ કરવા યોગ્ય લાગે તો જ તેનું પાલન કરવું.
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ધર્મ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
અહિંસા અને નૈતિકતા એ બે ધર્મના પ્રાણ છે. તેના અભાવમાં ધર્મ જીવિત રહી શકે નહિ.
ભારતમાં ધર્મપ્રચારક કેવા થયા છે ? શાસ્ત્રો દ્વારા હિંસામૂલક કે કોઈ પ્રલોભન દ્વારા ધર્મનો અહીં પ્રચાર થયો નથી. હા, તર્ક ના બળપર અહીં ધર્માત્મા કે મહાત્માઓએ ધર્મનું સ્વરૂપ મજાવવાનો પ્રયાસ કર્યો છે. ધનના ત્યાગી સાધુજનો કોઈને ધનનું પ્રલોભન આપી શકતા ન હતા. તેઓ પોતાની પ્રવચન કળાથી ગામેગામ વિહાર કરીને લોકોની બુદ્ધિને જાગૃત કરતા હતા, જેથી જનતા સાચા ધર્મને સમજીને સ્વીકાર કરે. જો કે કેવળ પ્રવચન દ્વારા નહિ પરંતુ તેઓએ લોકોની સામે એક આદર્શ મૂકો કે સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ એ જ ધર્મ છે. ધર્મ જ આપણા આત્માનો સાચો પરિચય આપે છે.
મંદિર, મસ્જિદ, ચર્ચ, પૂજા, નમાજ, પ્રાર્થના દ્વારા કોઈ પોતાને ધર્માત્મા મનાવી શકે છે. પરંતુ અંતરની પવિત્રતા વિના તે ધર્માત્મા હોઈ શક્તા નથી.
કોઈ દિ ચમચાને પૂછે કે તું એક કલાકથી શીખંડ પીરસે છે તો બતાવ કે તેનો સ્વાદ કેવો છે ? તો તમને કદાચ જવાબ મળે કે ‘તદ્દન નિરસ' આ બાબત કહેવાતા ધર્મી જનોને લાગુ પડે છે. તમે ધર્મ સ્થાનોમાં જાઓ છો. કંઈક પૂજા વિધિ વગેરે કરો છો કેટલીકવાર લોકોને બતાવવા માટે કરો છો. તેથી તે સર્વ ‘નિરસ' લાગે છે. કોઈ પ્રકારનો સ્વાદ જ આવતો નથી ધાર્મિક ક્રિયા આનંદ માટે છે, પ્રદર્શન માટે નથી.
એક બડા મુલ્લાજી એક સરોવર કિનારે હજારો મુસ્લિમોને નમાજ પઢાવી રહ્યા હતા. અચાનક તેમની પીઠ પર ખણજ થઈ તેથી તેમણે ખણવું પડ્યું. નમાજીઓનું સમગ્ર ધ્યાન મુલ્લાજી પરત્વે હતું. તે સૌએ માન્યું કે આ ક્રિયા નમાજનું એક અંગ છે. તેથી પ્રથમની પંક્તિવાળાએ દરેકે પોતાની પીઠ પર ખણવાનું શરૂ કર્યું, તેમની આ ક્રિયાથી પાછળની પંક્તિવાળાને કોણીનો ધક્કો લાગ્યો, બીજી પંક્તિવાળા સમજ્યા કે આવો ધક્કો મારવો તે નમાજનું એક અંગ છે. પછીની પંક્તિવાળાને આ ધક્કો લાગ્યો તે સમજ્યા
આ એક ક્રિયા છે. આમ ધક્કાની ક્રિયા છેલ્લી પંક્તિ સુધી પહોંચી. મુશ્કેલી એ થઈ કે આખરની પંક્તિવાળા સરેવરની પાળની તદ્દન નજીક હતા. તેઓ ધક્કાથી ધબાધબ પાણીમાં પડવા લાગ્યા. તેઓ બહાર નીકળ્યા ત્યારે તેમણે ધક્કા મારવાનું કારણ પૂછ્યું ત્યારે દરેક પંક્તિએ આગળની પંક્તિવાળાની તરફ આંગળી ચીંધી કહ્યું કે :
પાછળથી આવેલા ધક્કાને નમાજની વિધિ સમજી અમે આગળ
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
જીવન વિકાસનાં વિસ સોપાન લગાવ્યો હતો. અંતમાં આ પ્રશ્ન મુલ્લાજી સુધી પહોંચ્યો ત્યારે તેઓએ ખુલાસો કર્યો કે અરે ! મને પીઠમાં ખણજ આવી હતી. આ વાત સાંભળી સૌ દરેકની મૂર્ખાઈ પર હસી રહ્યા. “વીસે મારું ગીર માને ઘા”
એક મુલ્લાજી લગ્ન કરીને પોતાને ગામ આવ્યા પરંતુ બીબીને સાથે લાવ્યા ન હતા, તેથી તેના લગ્ન સંબંધમાં કોઈએ તેના પર વિશ્વાસ ના કર્યો. આ બાજુ સાસુ સસરાએ કહ્યું હતું કે એક મહિના પછી તમે આવીને બીબીને લઈ . પરંતુ ગામમાં તેની વાત પર સૌ હાંસી કરવા લાગ્યા આથી તેનું અહં ઘવાયું, તે તરત જ સાસરે પહોચ્યો અને કહ્યું કે હું તો આજે જ બીબીને લઈ જઈશ. તમે તૈયારી કરો.
સાસુ સસરાએ તેની વાતનો સ્વીકાર કર્યો. અને કન્યાને તેની સાથે વિદાય કરી. તે બન્ને જતાં હતાં ત્યાં રસ્તામાં નદી આવી. બીબીને થયું મિયાં પર રૂઆબ જમાવવાની આ સારી તક છે. તેથી તેણે કહ્યું “મિયાં મારા પગમાં તાજી મેંદી લગાવેલી છે તેનો રંગ જતો ન રહે તે રીતે મને નદી પાર કરાવજો' તે મિયાંના ખભા પર બેસીને જવા માંગતી હતી. મિયાં પણ જાય તેવા ન હતા તે વાત પામી ગયા તેમણે કહ્યું “ભલે હું તારી મેંદીનો રંગ જળવાઈ રહે તેમ કરીશ.'
તેણે તરત જ બીબીને બાથ ભરીને ઊંચકી માથું નીચે રાખી પગ છાતી સરસા રાખી તે નદીમાં ચાલવા લાગ્યા. નદીમાં આગળ જતાં પાણી વધતું ગયું. બીબીના નાક અને મોંમાં પાણી ભરાવા લાગ્યું. બીબીને શ્વાસ લેવાની તકલીફ થઈ બિચારી મુંઝાઈ ગઈ, મિયાં કહે “તું ગભરાઈશ નહિ. મેંદીનો રંગ જરાય જવા નહિ દઉં.' આખરે બિચારી બીબી મરી ગઈ, છતાં મિયાંજી તો બીબીને છાતી સાથે લગાવી રાખીને ગામમાં પહોંચ્યા, અને ગામલોકોને કહ્યું “જુઓ બીબી લઈને આવ્યો છું.”
ગામલોકો કહે ““અરે મૂરખ ! પણ આ બીબીના પ્રાણ ક્યાં છે ?' મુલ્લાજીએ સર્વ હકીકત કહી સંભળાવી પછી બોલ્યા કે ““ભલે પ્રાણ ગયો પણ રંગ તો રહ્યો' લોકોને તેની મૂર્ખાઈ પર હાંસી થઈ.
આપણે પણ ક્યાંય આવા વટ ના ફાંકા માં આત્માનું અહિત કરતાં, લોકોમાં હાંસીને પાત્ર થતા નથી ને ? આ સર્વ ક્રિયામાં વિવેક અને ભાવનાઓ ભરેલી છે. આપણો ધર્મ આપણને ક્રિયા ગુરુભગવંતોના માર્ગદર્શન વિના કરવાનું કહેતો નથી. જે ક્રિયા કરો તેમાં વિધિના રાગનો, પ્રાણ પૂરવાની જરૂર છે.
મોટા મુલ્લાજીએ એક દિવસ બીબીને કહ્યું કે “આજે મારે માટે ભોજન બનાવશો નહિ. બાદશાહ તરફથી આજે નમાજ પઢવાનું આમંત્રણ
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ
૧૦૫ છે. શાહી નમાજ પછી શાહી ભોજન હોય છે. તેમાં ઉત્તમ મિષ્ટાન્ન વગેરે હશે. હું તે પુરું પેટ ભરીને ખાઈ શકે તેટલા માટે સવારથી જ ભૂખ્યો રહીશ. “બીબીએ તેમની વાતનો સ્વીકાર કરી કહ્યું ભલે આજે તમારે માટે રસોઈ નહિ બનાવું''
મુલ્લાજી ભૂખ્યા પેટે નમાજ પઢાવવા લાગ્યા. તેમનું મન કે ધ્યાન તો બાદશાહને ખુશ કરવા તરફ હતું ખુદા પ્રત્યે ન હતું. નિયમ મુજબ નમાજ પૂર્ણ થયે સૌ શાહી ભોજન કરવા ગોઠવાઈ ગયા. ભિન્ન ભિન્ન સામગ્રી ટેબલ પર મૂક્વામાં આવી હતી. સૌએ ભોજન શરૂ કર્યું અને અલ્પાહાર કરી સૌ ઊઠી ગયા. મુલ્લાજી એ વિચાર્યું કે આ લોકો ઊઠી ગયા અને હું જો બેસી રહીશ તો શિષ્ટતા જળવાશે નહિ. આમ ઇચ્છા ન હોવા છતાં મુલ્લાજીને શિષ્ટતા ખાતર ઊઠવું પડ્યું તેઓ ત્યાંથી દોડીને સીધા ઘેર પહોંચ્યા બીબીને કહ્યું “પેટમાં ઉંદરડા દોડે છે જલદી રસોઈ બનાવ' બીબી શાહી ભોજનથી પેટ ભરાયું નહિ”
મિયાંજીએ પૂરી હકીકત કહી સંભળાવી કે ભોજનની સામગ્રી તો ઉત્તમ હતી પણ શિષ્ટતા ખાતર ભૂખ્યા આવવું પડ્યું. બીબી કુશળ હતી. તેણે કહ્યું કે તમે પુનઃ નમાજ પઢો કારણ કે એ નમાજ તો બાદશાહને તથા શાહી મહેમાનોને ખુશ કરવા માટે હતી. કેવળ દેખાવ હતો તે ખુદાને માટે ન હતી. ખુદા સુધી નમાજ પહોંચી નથી. તેથી શાહી ભોજન પણ તમારા પેટ સુધી પહોંચ્યું નહિ. માટે તમે ખુદાને પહોંચે તેવી નમાજ પઢો હું ત્યાં સુધી તમારે માટે ભોજન તૈયાર કરું.
અર્થાત ધર્મ જો સ્વનાં કલ્યાણ માટે હશે તો તે આત્મા સુધી પહોંચશે જેનું ચિત્ત સત્ત્વશીલ હોય છે તે ધર્મમાં પ્રવેશ પામે છે.
ધર્મ સદ્ગુણોનો સ્રોત છે, અભિગમ છે, તેમાં સત્ત્વની વિશેષતા હશે તો ધર્મના દેખાવનું કારણ પણ અનેક લોકોને ધર્મમાર્ગે આણનાર બનશે.
ચાર મિત્રો હતા તેઓ પૂનાની ટિકિટ લઈને ગુજરાત મેઈલમાં બેસી ગયા. ગાડી ઊપડી દાદર સ્ટેશન આવ્યું ત્યાં ટી.ટી.એ તેમની પાસે ટિકિટ માગી. ટી.ટી.એ એકની ટિકીટ જોઈને કહ્યું કે તમારી ટિકિટ પૂનાની છે તમે ખોટી ગાડી પકડી છે. પછી બીજાની જોઈ તે પણ પૂનાની હતી ટી.ટી.એ તેને પણ એ જ વાત સમજાવી ટી.ટી.એ ત્રીજાની જોઈ તે પણ પૂનાની હતી. ટી.ટી.એ ત્રીજાને પણ એ જ કહ્યું ત્યારે ત્રીજો તો છળી ગયો અને કહ્યું કે You are wrong I have my ticket you are without Ticket So you must get out, or sit dawn without any question.
ચોથાએ તો વગર પૂછ્યું જ કહ્યું કે “તમે કઈ દુનિયાના માણસ છો ?
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
જીવન વિકાસનાં વીસ સોપાન
તમે જાણો છો કે ભારતભરનું રાજ્ય બહુમતીથી ચાલે છે. અહીં અમારા ચારેની પાસે પૂના જવા પૂનાની ટિકિટ છે. તેથી ગાડી પૂના જ જશે. જશે શું ? ગાડી પૂના જવી જ જોઈએ. તમારી પાસે ટિકિટ નથી અને વળી પાછા કહો છો કે તમારી ટિકિટ ખોટી છે, તમે ખોટી ગાડી પકડી છે. તમારા એકના કહેવાથી ગાડી ખોટી થઈ શકતી નથી આ તો બહુમતીનું રાજ્ય છે. 'So we are right and you are wrong.'
સંસારના તમામ ક્ષેત્રમાં ગતાનુગતિક આવું બધે ચાલે છે. અમે કરીએ છીએ તે સાચું છે. ગુરુભગવંતો કે ધર્મશાસ્ત્રો કહે છે કે ગતાનુગતિક છે માટે અમારે કરવું નથી કહેનારા ને બોધ પાઠ મળે છે.
સંસારમાં ગતાનુ ગતિક પણ જો હિત કરતુ હોય સર્વનુ તો તે કરવામાં જરા પણ નાનપ ન હોવી જોઈએ તો પછી ધર્મમાં ગતાનુ ગતિક દ્વારા સકળ વિશ્વનાં લોકોનુ હિત સમાયેલું હોય તો તે કરવામાં જરા પણ હેઝીટેશન ન હોવુ જોઈએ.
૧૬. નિર્ભયતા
સાહસિક સજ્જનો !
ભય, સાહસથી વિરોધી સ્થાન ધરાવે છે. જે પ્રાણી પાપ કરતાં નથી તે ભયભીત થતાં નથી.
પડોશીની સાધન
સામગ્રી જોઈને અન્ય ગૃહસ્થ પોતાની આવશ્યક્તાઓ વધારી દે છે. પછી તેનો ક્યાંય અંત આવતો નથી. તે આવશ્યકતાઓ પૂર્ણ ક૨વા ધન જોઈએ તેને માટે તે અન્યાય કે અસત્ય કરે છે. લાંચ લે છે, અનીતિ આચરે છે. દગો પ્રપંચ કરે છે. આમ પાપ વધતું જાયછે સાથે ચિંતા અને ભય પણ વધે છે.
પેટ ભરવું સહેલું છે પટારો ભરવો કઠણ છે. આપણે પેટ ભરાવા છતાં પટારો ભરવા માંગીએ છીએ. સંગ્રહ કરવા ઇચ્છીએ છીએ. અને એ ભૂલી જઈએ છીએ કે તૃષ્ણા અનંત છે. તેની પૂર્તિ થવાની સંભાવના નથી. તે ભૂલી જઈએ છીએ.
जो दस बीस पचास भये, सत होई हजार तु लाख मंगेगी, कोटि अरब खरब असंख्य धरापति होनेगी चाह जगेगी स्वर्ग पातालका राज्य करूं, तृसना मनमें अति ही उमगेगी 'सुन्दर' ओक संतोष बिना, तेरी तो भूख कभी न मिटेगी । સંતોષ વિના તૃષ્ણા શાંત થતી નથી. આવશ્યક્તાઓની મર્યાદા
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્ભયતા
૧૦૭ રાખનાર વ્યક્તિ ધન પ્રાપ્તિ માટે પાપ નહિ કરે તેથી નિર્ભય હોય છે. ભયથી હાથ પગ ધ્રૂજે છે. મોં સુકાવા લાગે છે. અને શક્તિ ક્ષીણ થાય છે.
વિચારકોએ ભય ઉત્પન્ન થવાનાં ચાર કારણ દર્શાવ્યાં છે.
૧. શક્તિહીનતા ૨. ભય - નામક મોહનીય કર્મનો ઉદય, ૩. ભયાનક દૃશ્ય, ૪. ભયના કારણોની સ્મૃતિ.
બળવાનની અપેક્ષાએ નબળો મનુષ્ય વધુ ભયભીત હોય છે. તેથી દરેકે પોતાની શક્તિનો વિકાસ કરવો જોઈએ.
મોહનીયકર્મના ઉદયથી જે ભય પેદા થાય છે તે કર્મ ક્ષીણ કરવા તપસ્યા કરવાની જરૂર છે. શાસ્ત્રોમાં તેની અત્યંત ઉપાદેયતા દર્શાવી છે. જીવનને તેજસ્વી સશક્ત થતા સાહસિક બનાવવા માટે તપની વિવિધતા બતાવી છે.
સિંહ, નાગ, રીંછ આદિ ભયંકર પ્રાણીઓને જોઈને પ્રાણ કંપી ઊઠે છે. અને વ્યક્તિ ભયભીત થઈ જાય છે. જે ભયંકર દશ્ય જોઈને ગભરાઈ જાય છે તે તેનાથી બચવાનો ઉપાય યોજી શકતો નથી. ભયના કારણોનું સ્મરણ કરીને ડરવું તે એવો દુર્ગુણ છે કે તેને સીધી મૂર્ખાઈ ગણી શકાય કંઈપણ કારણ વગર કેવળ કલ્પના કરીને ભયભીત થવું તે શું ઉચત છે ? તેવી દુર્દશાનું વર્ણન કરતાં એક શાયરે કહ્યું છે :
इरादे बांधता हूं, सोचता हूँ, तोडदेता हूँ
कहीं ऐसा न होय जाये, कहीं वैसा न हो जाय ! સ્થાનાંગ સૂત્રમાં આ ચાર કારણો દર્શાવ્યાં છે, અન્ય શાસ્ત્રોમાં ભયના સાત કારણો કહ્યાં છે.
આ લોકમાં મારું થશે, તેમાં માનવને માનવનો ભય અને પશુને પશુનો સજાતીય ભય, પરલોકનો ભય - આ જન્મ પછી શું થશે અથવા વિજાતીય ભય, જેમકે મનુષ્યને સિંહાદિનો ભય અને સિંહને હાથી આદિનો ભય. આદાન ભય - સાધન સામગ્રી ચોરાઈ જવાનો ભય, અકસ્માત ભય-કારણ વગર કલ્પનાથી કંઈ અવનવું બનશે તેવો ભય. વેદનાભય - પીડા, વેદનાથી ભય પામવો મરણભય-મૃત્યુનો ભય લાગવો અપમાનભય - કોઈથી માન હાનિ થવી.
જ્યાં સુધી ભય નિકટ ન આવે ત્યાં સુધી તેનો ઉપાય શોધવો જોઈએ અને ભય નિકટ આવે ત્યારે તેના પર પ્રહાર કરવો જોઈએ. સજ્જન હંમેશાં નિર્ભય હોય છે. તેના જીવનમાં કંઈ છળ પ્રપંચ હોતો નથી.
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
જીવન વિકાસનાં વીસ સોપાન उसको डर किस बात का जिसका सही हिसाब । सत्पुरुषों की जीवनी
चंदन खुली खिताब !। જેની દાનત સારી છે, જે નીતિમાન છે તેને ભય શા માટે હોય ? સજ્જનોનું જીવન ખુલ્લી પુસ્તક જેવું હોય છે. જે નિર્ભય હોય છે તે અન્યને નિર્ભય જોવા માંગે છે. તેથી તેનો વ્યહાર સૌમ્ય હોય છે. પણ જે પોતે ડરપોક હોય છે તે અન્ય ને પણ ડરાવે છે. ચેપીરોગની જેમ તે ભયનો પણ સર્વત્ર ફેલાવો કરે છે. તેવા મનુષ્યોથી દૂર રહેવું.
ભગવાન મહાવીરે કહ્યું છે ભયભીત ન થાવ, ભયભીતની આસપાસ ભય વ્યાપી જાય છે. ડરપોકની આસપાસ ભય વૃદ્ધિ પામે છે તથી નિર્ભયતા ધારણ કરીને વ્યવહારના ક્ષેત્રમાં રહેવું.
બગદાદમાં એકવાર પચાસ હજાર વ્યક્તિઓ મહામારીમાં મૃત્યુ પામી. તેમાં પાંચ હજાર તો વાસ્તવિક રોગથી મૃત્યુ પામી હતી અને શેષ પિસ્તાળીસ હજાર મહામારીના ભયથી મૃત્યુ પામી હતી. વળી મહામારીના કરતાં મહામારીનો ભય વધુ અધિક ઘાતક સિદ્ધ થયો હતો.
બિહાર પ્રાંતના એક ગામમાં વર્ષોના આગમન પહેલાં એક મનુષ્ય પોતાની ઝૂંપડીના છાપરા પર નળિયાં ગોઠવતો હતો. તેને લાગ્યું કે તેની આંગળીમાં કાંટો ઘૂસી ગયો છે. તેથી તેની ઉપેક્ષા કરીને તે શાંતિથી કામ કરતો રહ્યો. ત્યાર પછી એક વર્ષને અંતે તે પુનઃ તે કામ કરતો હતો ત્યાં તેણે નળિયાં નીચે એક મરેલા સર્પનું સૂકું શરીર જોયું. તરત જ તેને યાદ આવ્યું કે ગયે વર્ષે મને જે કાંટો વાગ્યો હતો તે વાસ્તવમાં તો સર્પદંશ હતો. આવા વિચાર થતાની સાથે તેના રોમે રોમે ભય વ્યાપી ગયો, તે શરીરની સમતુલા જાળવી ન શક્યો ને છત પરથી નીચે પડ્યો, થોડીવારમાં તેનો પ્રાણ ઉડી ગયો. આ દૃષ્ટાંત પરથી એમ સમજાય છે કે સર્પદંશથી પણ ભયંકર સર્પનો ભય છે.
ચાર યુવાનો વિદ્યાભ્યાસ માટે બનારસ ગયા હતા. તેઓ નીકળ્યા ત્યારે પડોશમાં રહેતી એક વૃદ્ધાએ તેમને એક એક લોટો ભરીને છાશ પીવડાવી હતી, બનારસ બાર વરસ રહીને તેઓ પંડિત થઈને દેશમાં પાછા આવ્યા ત્યારે તેઓ તે વૃદ્ધાને પ્રણામ કરવા ગયા. વૃદ્ધા અત્યંત ખુશ થઈને બોલી, ભગવાનનો ઉપકાર માનો કે તમે જીવંત છો. તમે જ્યારે અહીંથી નીકળ્યા અને મેં તમને છાશ પીવડાવી હતી તે માટલીમાંથી તો મરેલો સર્પ
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯
નિર્ભયતા નીકળ્યો હતો. આ વાત શ્રવણ થતાં ની સાથે જ ચારે યુવાનો ભયભીત થઈ બેહોશ થઈ ગયા અને સદાને માટે પોઢી ગયા. સાપ ઝેરી હોત તો તેઓ તરત જ મરણને શરણ થઈ ગયા હોત. બાર વર્ષ પછી તેમનું મૃત્યુ શા કારણથી થયું? કેવળ ભય.
સાત મનુષ્યો ધનોપાર્જન માટે અન્ય દેશ જવા નીકળ્યા માર્ગમાં જતાં રાત થઈ ગઈ. અંધારામાં ચાલવું મુશ્કેલ થતાં તેઓ સડકને કિનારે એક વૃક્ષની નીચે બેઠા. વાતો કરતા કરતા તેઓ સૂઈ ગયા સૂવામાં જે મનુષ્ય પહેલો હતો તેણે વિચાર કર્યો કે આ તો જંગલ છે. જો વીંછી નીકળે તો તે મને પહેલો કરડે, તે વખતે મારી ચીસ સાંભળીને આ ત્રણ વૃક્ષ પર ચઢી જશે; અને હું એકલો મરી જઈશ. આ સમયે સૌને ઊંઘ આવી રહી હતી, તે સમયનો લાગ જોઈને તે ઊઠ્યો અને હારમાં જે છેલ્લો હતો તેની બાજુમાં જઈને સૂઈ ગયો. હવે બીજા નંબર વાળો ાગી ગયો. તેના મનમાં પણ આવો જ વિચાર આવ્યો, તે ઊઠ્યો અને છેલ્લો સૂઈ ગયો. એ જ પ્રમાણે ત્રીજ પછી ચોથા, પાંચમાં, છઠ્ઠા અને સાતમાં મનુષ્ય કર્યું. આમ સ્થાનાંતર કરવામાં રાત પૂરી થઈ ગઈ. સૂર્યોદય થતાં સૌએ આંખ ખોલી ત્યારે જોયું કે તેઓ ગામને પાદર જ્યાંથી નીકળ્યા હતા ત્યાં જ પહોંચી ગયા હતા. નીકળ્યા હતા ધનોપાર્જન માટે પણ ભયના માર્યા ઠેર ના ઠેર રહી ગયા.
ભય કે ભીરુતાનો સંસ્કાર કોઈવાર એવી સંગતિ મળવાથી પેદા થાય છે. એક સિંહણનું બચ્ચું માથી છૂટું પડી શિયાળના ટોળામાં ભળી ગયું. મોટું થવા છતાં તે શિયાળોની જેમ ભીરુ બની ગયું. એક દિવસ કોઈ સિંહ શિકારની શોધમાં નીકળ્યો હતો. તેની ગર્જના સાંભળી શિયાળો આમ તેમ ભાગી ગયાં તેમની સાથે ઉછરેલો બાળ સિંહ પણ ગભરાઈને ભાગવા લાગ્યો. સિંહ નજીક આવી ગયો હતો.તે બાળ સિંહને ઓળખી ગયો તેને પકડીને તે જળાશય નજીક લઈ ગયો. ત્યાં તેને તેનું પ્રતિબિંબ બતાવ્યું અને કહ્યું કે તું શિયાળ નથી મારા જેવો સિંહ છે. સિંહને પોતાના સિંહત્વનું ભાન થયું અને તેની ભીરુતા ભાગી ગઈ.
વિષય – કષાયમાં ગળાબૂડ પ્રાણીઓ કાયર બની ગયા છે ને ? મહાવીરના ઉપાસક છીએ, “કષાય અને વિષયો તો છોડવાં જેવાં જ છે.” આવું સ્પષ્ટ ભાન હોવું જોઈએ. હૈયામાં આ વાતનું સ્થાન ૨૪ ક્લાક હોવું ઘટે, તો જિનવાણીના શ્રવણથી આત્મબોધ થાય, તો આપણી વીરતા જાગૃત થઈ શકે. શાસ્ત્રોરૂપી સરોવરમાં આપણી જાતને જોવાથી આપણને ખ્યાલ આવશે કે આપણો અંતરઆત્મા મહાવીર પ્રભુના વૈરાગ્યપ્રધાન વચનોનું આલંબન લઈને ગર્જે તો વિષય – કષાયરૂપી સર્વ પશુઓ ભાગી જશે.
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
જીવન વિકાસનાં વિસ સોપાન ધનનો સંગ્રહ પણ વિવેકનાં અભાવમાં ભયનું કારણ છે. ગુરુ ગોરખનાથને કોઈભક્ત સોનાની એક લગડી ભેટ આપી હતી. તે પોતાની ઝોળીમાં રાખીને પોતાના શિષ્યની સાથે બીજે ગામ જતા હતા. માર્ગમાં તે
જ્યાં વિશ્રામ લેતા ત્યાં પૂછતા કે અહીં કંઈ ભય નથી ને ! આમ વારંવાર તે જ વાતનું ઉચ્ચારણ તેમના મુખેથી થતું, આથી શિષ્યને તેનું કારણ જાણવાનું કુતૂહલ થયું. માર્ગમાં એક કૂવો જોઈને ગુરુજીએ તેના થાળા પર શિષ્યને બેસાડી શૌચ માટે ગયા. આ તકનો લાભ લઈને શિષ્ય ઝોળીમાં હાથ નાંખ્યો ત્યારે તેમાંથી સોનાની લગડી મળી, તેને બહાર કાઢી મસ્પેન્દ્ર નાથે તે લગડી કૂવામાં ફેંકી દીધી. અને તેના બદલામાં એક પત્થર તેવા વજન જેટલો મૂકી દીધો.
ત્યાર પછી શૌચ-સ્નાન આદિથી પરવારી બંને આગળ વધ્યા માર્ગમાં વિશ્રામ માટે રોકાયા, ત્યાં ગુરુજીએ કહ્યું “અહીં કંઈ ભય જેવું નથી ને!'
શિષ્ય કહ્યું “સંન્યાસીને વળી ભય કેવો ? જે ભય હતો તે તો મેં કૂવામાં નાંખી દીધો છે માટે આપ નિશ્ચિત રહો ”
તરત જ ગુરુજીએ જોળીમાં જોયું તો સોનાની લગડીને બદલે પત્થર મળ્યો. પત્થરને દૂર ફેંકીને તેમણે શિષ્યને ધન્યવાદ આપ્યા. કારણ કે તેણે ભયને દૂર કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું હતું.
अर्थमनर्थ भावय नित्यम् नास्ति ततः सुखलेशः सत्त्वम् पुत्रावपि धनभाजां भीतिः
सर्वत्रैषा विहिता नीतिः ધનને હંમેશાં અનર્થનું કારણ માનો, તેનાથી સુખ પ્રાપ્ત થતું નથી. ધનવાન પોતાના પુત્રથી ડરે છે. આ નીતિ સર્વત્ર જોવા મળે છે. (ધનવાનને પુત્રનો ડર એટલા માટે લાગે છે ધન શીધ્ર પ્રાપ્ત કરવા તે પિતાની હત્યા ન કરે !)
દર ડર, ગુહ ર, નામ ડર, डर करणी में सार तुलसी डर्या सो ऊबर्या
गाफिल खाई मार ઈશ્વરનો, ગુરુનો અને ગામનો ડર આપણને સન્માર્ગ પર લાવે છે. ખરાબ કૃત્યોથી રોકે છે. સંયમ શીખવે છે. કર્તવ્યપાલનની પ્રેરણા આપે છે. એ અપેક્ષાએ આવો ડર ઉપાદેય છે.
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
નિર્ભયતા
www.kobatirth.org
૧૧૧
જ્ઞાનીને પાપ નો સદા ડર હોય છે. જે પાપ થી ડરે છે તેને ભગવાન વધુ વ્હાલા લાગે છે અને જે પાપથી ડરે છે તે સાચા જ્ઞાની છે.
દુષ્કૃત્યોની લોકો નિંદા કરે છે માટે લોકનિંદાના ડરથી દુષ્કૃત્યોથી દૂર રહેવું. જે પ્રકારે ડરના માર્યા લોકો જંગલમાં ફરતા નથી, રક્ષિત માર્ગો પર ફરે છે. તે પ્રકારે સંસાર પણ એક જંગલ છે. તેમાં ભિન્ન ભિન્ન સ્થાનોમાં પ્રાણીઓ જન્મ મરણ દ્વારા ભટકે છે, જે ભવારણ્યમાં ભટકવાથી ડરે છે તે ધર્મનો માર્ગ ગ્રહણ કરે છે.
ભય વિના ભક્તિ પણ સાચી થતી નથી.
ભયને પારસ પત્થર સમાન કહ્યો છે. જો નિર્ભયતા એમ કહે કે હું કોઈનાથી ડરતી નથી,ભલે તે ઈશ્વર કે ગુરુ હોય. આ જીવો ઉત્થાનને બદલે પોતાના પતનનો માર્ગ પસંદ કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भय बिनु प्रीति न होई गुसाई
તુસલીદાસ
ઈશ્વર, ગુરુ કે માતા-પિતા, નો ભય કોઈ પ્રકારે આપણા જીવનના ઉત્થાનનનો, ઉન્નતિનો કે જીવન સુધારણાનો મુખ્ય આધાર બને છે. તેનું ઉદાહરણ આપું છું.
કોઈ એક રાજ્યમાં એક સુંદર નગર હતું. તેમાં હજારો ભવ્ય ભવનો આવેલાં હતાં. એક ભવનમાં પોતાના માતાપિતાની સાથે પાંચ છ વર્ષનો એક બાળક રહેતો હતો. રવિવારની રજાને કારણે તે એ દિવસે શાળામ ગયો ન હતો. બપોરના સમયે તે પોતાના ભવનની એક અટારીમાં બેસીને નીચેના માર્ગ પર જતા આવતા મનુષ્યોની જાતભાતની ચેષ્ટા જોઈને પોતાના મનની ખુશી મનાવતો હતો.
તે સમયે અચાનક તેની દૃષ્ટિ એક ખૂમચાવાળા ઉપર પડી તેમાં રસદાર જાંબુનો ઢગલો હતો. ખરીદવાવાળાને આકર્ષિત કરવા તે મધુર સ્વરે લલકારતો હતો.
लोजी काले काले जामुन सुन्दर रस्ते नीले जामुन ताजा बढिया मीठे जामुन
गीले और रंगीले जामुन लोजी और चखोजी जामुन
लोजी प्यारे प्यारे जामुन
पके हुअ है सारे जामुन सारे जग से न्यारे जामुन
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
જીવન વિકાસનાં વિસ સોપાન આ ગીત સાંભળીને બાળકના મનમાં જંબુ ખાવાની તીવ્ર ઇચ્છા થઈ તેણે ખૂટી પર લગાવેલા પિતાજીના કોટમાંથી દસ પૈસા ચૂપચાપ કાઢી લીધા, પછી ભવનના ઉપરના માળથી નીચે ઊતરી માર્ગ પર જતા ખૂમચાવાળાની પાસે પહોંચ્યો તેણે દસ પૈસાના જાંબુ ખરીદ્યાં અને ત્યાં જ ઊભા ઊભા ખાઈ ગયો જાંબુ ખાવાથી તેની જીભ જાંબુડી રંગની થઈ ગઈ.
હવે સમસ્યા ઊભી થઈ કે જીભનો રંગ કેવી રીતે છૂપાવવો ? જે કંઈ બોલવાને માટે મોં ખોલે તો સૌ જાણી જાય કે તેણે જાંબુ ખાધાં છે, અને પછી પ્રશ્નની પરંપરા ચાલશે અને ચોરી પકડાઈ જશે. તેને પોતાની બુદ્ધિ અનુસાર ઉપાય સૂજ્યો કે મૌન રહેવું તે સારો ઉપાય છે. ઘરમાં ગયો ત્યારે તેને કંઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો પણ તે મૌન રહ્યો. આથી માતા ચિંતિત થઈ ગયાં કે લલ્લુને કંઈ બીમારી લાગુ થઈ છે. તેથી મોં ખોલતો નથી.
પિતાજીએ તત્કાળ ડોકટરને ફોન કરીને બોલાવ્યા. ડોકટરે કહ્યું કે હમણાં એક ઈજેક્શન આપવાથી તેનું મોં ખુલી જશે ડોકટરે જ્યાં ઈજેક્શનની સોય તૈયાર કરી ત્યાં તો બાળક ગભરાઈ ગયો અને ચીસ પાડી ઊઠ્યો કે “મને સોય મારશો નહિ,” મેં દસ પૈસાની ચોરી કરીને જંબુ ખાધાં છે. જીભનો રંગ ન દેખાય માટે મોં ખોલતો નથી. હવે હું કદી ચોરી નહિ કરું. આ રીતે પાપના ભય, મારના ભયથી પણ સુધારણા થાય છે.
અંતમાં નિર્ભયતા સાહસ અને વીરતાનું લક્ષણ છે. છતાં પણ ઉદંડ અને બે જવાબદારી ભરી નિર્ભયતા અનુપાદેય છે.
૧૦. પરોપકાર પરોપકાર પરાયણો!
પ્રભુ મહાવીરે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એક ગામથી બીજે ગામ વિહાર કરીને અનેક સ્થાનોમાં ઉપદેશ આપ્યો હતો. શું તે કોઈ ના અહિત માટે સંપ્રદાય ચલાવવા માંગતા હતા? શિષ્યોની સંખ્યા વધારવા માંગતા હતા ? પોતાના માટે શાસનની પ્રસિદ્ધિ ચાહતા હતા ? નહિ; એ હકીકત સંભવ નથી. અને એમના સાચા શિષ્યો પણ હજારો વર્ષોથી એજ કરી રહ્યા છે, સંપ્રદાય ચલાવે છે, પણ સહુના હિત માટે, શિષ્યો કરે છે જગતના કલ્યાણ માટે અને શાસનની, સત્યોની, તત્ત્વોની પ્રસિદ્ધિ, કલ્યાણ કાજે સૌના હૈયામાં થાય એના માટે આજે પણ સુખી શ્રીમન્તો હજારોની તાદાદ માં દીક્ષા લે છે સાધુ બને છે તેમના ઉપદેશનો ઉદેશ માત્ર પરોપકર - જનકલ્યાણ હોય છે. પ્રભુએ પોતાની દીર્ધકાલીન સાધના દ્વારા તેમણે જે કંઈ પ્રાપ્ત કર્યું તેનો જ જીવમાત્રના કલ્યાણાર્થે સહજ ભાવે ઉપદેશ કરતા રહ્યા.
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
પરોપકાર
જગતના સર્વ જીવોની રક્ષારૂપ દયાધર્મના નિરુપણ માટે ભગવાને સહજભાવે પ્રવચન કર્યું હતું.
આપણે કોઈ જીવ પર ઉપકાર કરીએ અથવા તેને સુખ આપીએ તો તે જીવો પણ આપણને સુખ આપે છે.
ग्रन्थ पन्थ सब जगत् के बात बतावत होय, दुख दीन्हे दुख होत है
सुख दीन्हे सुख होय ॥ જગતના સર્વ ગ્રંથો અને પંથો બે વાત બતાવે છે કે જે આપણે અન્યને દુઃખ આપીએ તો આપણે દુ:ખી થઈએ છીએ અને જે અન્યને સુખ આપીએ તો આપણે સુખી થઈએ છીએ.
परहित सरिस धरम नहिं भाई
परपीडा सम नहि अधमाई ॥ પરહિત જેવો કોઈ ધર્મ નથી અને પર પીડા જેવો કોઈ અધર્મ નથી. પરોપકારી જીવંત છે શેષ સર્વ શબ છે.
આ સંસારમાં એવો કોણ જીવાત્મા છે કે જે પોતાને માટે જીવતો નહિ હોય. પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા તો સૌ જીવે છે પણ જે અન્યના ઉપકાર માટે જીવે છે તે વાસ્તવમાં જીવિત છે. અન્ય સર્વ મૃત છે. જેના જીવનમાં પરોપકાર નથી તે તૃણથી પણ નીચે છે.
અનુપકારી મનુષ્ય તૃણથી પણ હલકો છે. તૃણ ઘાસ બનીને પશુઓનો ઉપકાર કરે છે. અને યુદ્ધ ક્ષેત્રમાં કાયરોની રક્ષા કરે છે.
યુદ્ધના મેદાનમાં લડતાં લડતાં જ્યારે યોદ્ધાની હિંમત ખૂટી જાય છે ત્યારે તે મુખમાં તૃણ રાખીને પોતાની લાચારી વ્યક્ત કરે છે. પોતાની દીનતા બતાવે છે. ત્યારે વિજેતા વીર તેને મુક્ત કરી અભયદાન આપે છે.
મૃત્યુ પામ્યા પછી પણ પશુ પોતાની ચામડી દ્વારા જૂતા ચંપલના રૂપમાં આપણા પર પરોપકાર કરે છે. મનુષ્ય જીવિત રહીને પણ પરોપકાર કરતો નથી, તો તે પશુથી પણ નિકૃષ્ટ છે.
પરોપકાર રહિત મનુષ્યને ધિક્કાર છે. વાસ્તવમાં પરોપકાર સજ્જનનો સ્વભાવ છે. પરોપકાર કરવામાં તેઓ ગુણ દોષ નો વિચાર
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
જીવન વિકાસનાં વીસ સોપાન કરતા નથી. અન્યના ભલા માટે ધન તો આપે પણ જરૂર પડે પ્રાણ આપવા પણ તે ઉત્સુક હોય છે.
પ્રાણ અને ધન બંનેથી પરોપકાર કરવો જોઈએ. તેનાથી જેટલું પુણ્ય થાય છે તેટલું હજારો યજ્ઞો કરવાથી થતું નથી.
श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन दानेन पाणिनं तु कंकणेन । विभाति काया खलसज्जनानाम्
પરોપારેખ નાવનેન | ભતું હરિ : કાન શાસ્ત્ર શ્રવણથી વધુ શોભે છે કુંડળથી નહિ. હાથ કંગન કરતાં પણ દાન વડે વધુ શોભે છે. સજ્જનોનું શરીર પરોપકારથી વધુ શોભા પામે છે. ચંદનના વિલેપનથી બહુ શોભા પામતું નથી.
पद्माकरं दिनकरो विकचं करोति चन्द्रो विकासयति कैरवचवालम् नाम्यथितो जलधरोडपि जलं ददाति
सन्तः स्वयं परहितेषु कृताभियोगाः કમળોના સમૂહની પ્રાર્થના શ્રવણ કર્યા વગર જ સૂર્ય તેમને વિકસિત કરે છે, તે પ્રકારે કુમુદોના સમૂહની પ્રાર્થના શ્રવણ કર્યા વગર ચંદ્ર તેમને વિકસિત કરે છે. મેઘ પણ પ્રાર્થના કર્યા વગર વરસે છે. તે પ્રમાણે સિદ્ધ થાય છે કે સન્તો માંગ્યા વગર જ સ્વયં પ્રેરણાથી પરોપકાર કરે છે, કોઈ પણ જાતનું વળતર માંગ્યા વિના ધર્મશાસ્ત્રો, અને મોક્ષ પ્રધાન ધર્મોના ધર્મ ગુરુઓ નિરંતર જગતના જીવોનું અપૂર્વ હિત કરી રહ્યાં છે.
માતા, પિતા, સ્વામી અને ધર્માચાર્યોના ઉપકારનો બદલો વાળવો દુર્લભ છે. કદાચ ઉપકારનો બદલો કરો તો પણ તેની બરાબરીમાં વાળી શકાતો નથી. સજ્જનોની પાસે જે કંઈ હોય છે તે પરોપકાર માટે જ હોય છે.
पिबन्तिनयः स्वयमेव नाम्भः स्वयं न खादंति फलानि वृक्षाः नावन्ति सस्यं खलु वारिवाहाः
परोपकाराय सतां विभूतयः ॥ નદી કદી પોતાનું જળ પીતી નથી વૃક્ષ સ્વયં ફળ ખાતું નથી, મેઘ
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરોપકાર
૧૧૫
ખેતરના પાકને ખાતો નથી. તેથી પ્રમાણિત થાય છે કે સજ્જનોનું ઐશ્વર્ય પરોપકાર માટે હોય છે.
रत्नाकरः किं कुरूते स्वरत्नः ? विन्ध्याचलं किं करिभिः करोति ? श्री खण्डखण्डैर्मलयाचलः किम ? परोपकाराय सतां विभूतयः नीतिप्रदीप ।
સમુદ્ર પોતાનાં રત્નોનું શું કરે છે ? વિન્ધ્યાચલ પર્વતમાં વિહરતા હાથીઓનું શું કરે છે ? મલયાચલના પહાડમાં ચંદન ના વૃક્ષોનો વિસ્તાર છતાં તે શું કરે છે ? તેઓ તે તે વસ્તુનો કંઈ લાભ ઉઠાવે છે ? તેમ સજ્જનોનું ઐશ્વર્ય પરોપકાર માટે છે.
ધર્મરુચિ અનગારને ગોચરીમાં નાગશ્રી એ કડવી તુંબડીનું શાક આપ્યું હતું. ગુરુજીએ જ્ઞાન દ્વારા જાણી લીધું કે શાક આહારને યોગ્ય નથી. તેથી તેમણે ધર્મરુચિને આદેશ આપ્યો કે એ શાક નિર્જીવ સ્થાનમાં સાવધાનીથી છોડી દેવું.
આદેશનું પાલન કરવા શિષ્ય વસ્તી બહાર દૂર ગયા. નિર્જીવ ભૂમિ જોઈને ત્યાં શાકનું એક ટીપું જમીન પર મૂક્યું અચાનક એક બે કીડીઓ ત્યાં આવી ગઈ અને ટીપાનો સ્પર્શ થવા માત્રથી મૃત્યુ પામી. ધર્મરુચિ તો ખૂબ વિચારમાં ગરકાવ થઈ ગયા. પૂરું શાક જમીન પર છોડવાથી તેની સુગંધથી આકર્ષાઈને અસંખ્ય કીડીઓની હિંસા થવાનો સંભવ છે. એ સર્વની રક્ષા ખાતર મારે સ્વયં આ શાકને ખાઈ લેવું ઉચિત છે. અને તેમણે તે પ્રમાણે કર્યું. થોડીવારમાં સાધુ સમાધિમરણને પામ્યા. પરોપકારને માટે ધર્મરુચિએ પોતાનો પ્રાણ અર્પણ કર્યો.
કોઈ પણ વ્યક્તિ પરલોક ને સામે રાખીને જ્યારે પરોપકાર કરે છે, તેનો પરોપકાર પરાકાષ્ઠાનો પરોપકાર કહેવાય છે. જૈન શાસને જે પરોપકાર કરવાની સ્ટાઈલ બતાવી છે એવી સ્ટાઈલ અને એ સ્ટાઈલનાં ભાવો વિશ્વનાં બીજાં કોઈ ધર્મો બતાવી શક્યા નથી.
સંત એકનાથ પોતાના સાથીઓની સાથે ગંગાજળ લઈને તીર્થયાત્રા કરી રહ્યા હતા. માર્ગમાં એક બાજુએ રોગી ગધેડો પાણી માટે તરફડતો હતો. દયાવંત સંત એકનાથે પોતાના કમંડળનું તમામ ગંગાજળ પેલા ગધેડાને પ્રેમપૂર્વક પિવડાવી દીધું.
શિષ્યોએ પૂછ્યું ‘‘ગુરુદેવ ઘણા દૂરથી અને શ્રમથી લાવેલું સંપૂર્ણ ગંગાજળ આપે ગધેડાને પીવડાવી દીધું, હવે પંઢરીનાથનો અભિષેક તમે કેવી રીતે કરશો ?
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
જીવન વિકાસનાં વીસ સોપાન સંત એકનાથે ગંભીરતાપૂર્વક જવાબ આપ્યો. “સાથીઓ તૃષાતુર ગધેડાને જે જળ પિવડાવ્યું છે તે સીધું પંઢરીનાથને પહોંચી ગયું છે. ભગવાન સ્વયં એ રૂપ ધારણ કરીને આપણા પરોપકાર રૂપી ધર્મની કસોટી કરવા આવ્યા હતા. સજ્જનો પરોપકાર કરીને કેવો આનંદ માને છે ? તેને માટે અબૂ અલી દક્કાની એક જીવનઘટના જાણવા જેવી છે.
અબૂને કોઈ ગૃહસ્થના ઘેર ભોજનનું નિમંત્રણ હતું. સમય થતાં તે ત્યાં જવા નીકળ્યા માર્ગમાં તેણે એક વૃદ્ધાનો અવાજ સાંભળ્યો “હે ખુદા! એક બાજુ તું મને ઘણા પુત્રો આપે છે અને બીજી બાજુ સુધાની પીડા આપે છે. અમે પુરું ભોજન પણ પામતા નથી આ તારો કેવો ન્યાય !
આવો અવાજ સાંભળી અબૂ પોતાને સ્થાને પહોંચી ગયા તેણે યજમાનને કહ્યું કે મને ભોજનની સામગ્રીથી ભરેલો થાળ આપો. તેમની વાતથી પ્રસન્ન થઈને યજમાને સ્વાદિષ્ટ ભોજનથી ભરેલો થાળ તૈયાર કરી તેમની સામે મૂકી દીધો. અબૂ તે થાળ પોતાના માથા પર મૂકી પેલી વૃદ્ધાના ઘેર ગયા. પેલો થાળ તેની પાસે મૂકી દીધો. વૃદ્ધા તે થાળ જોઈને અત્યંત પ્રસન્ન થઈ. આથી અબૂ પણ વિશેષ પ્રસન્ન થઈ, ભોજન વગર ઘેર પહોંચ્યા છતાં ભોજન તૃપ્તિથી અધિક આનંદમાં હતા. આ પરોપકારવૃત્તિની વિશેષતા છે.
એવા બીજા સંતની કથા છે. મક્કાની સિત્તેર વાર યાત્રા કરવાવાળા તપસ્વી અબુલકાસીમે એકવાર માર્ગમાં ભૂખથી તડપતા એક કૂતરાને જોયો. તે સમયે તેમની પાસે ખાવાની કોઈ વસ્તુ હતી નહિ. પરોપકારવૃત્તિએ તરત જ પ્રેરણા આપી. તેઓ મોટેથી બોલવા લાગ્યા અને એક રોટલી આપશે તેને હું મારી સાલીસ વખતની યાત્રાનું પુણ્ય આપીશ.
આ સાંભળીને એક યાત્રી તેમ કરવા તૈયાર થઈ ગયો. તેણે એક યાત્રીને સાક્ષી રાખીને ચાલીસ યાત્રાના પુણ્યના બદલામાં સંતને એક રોટલી આપી. અબુલકાસીમે તે રોટલી પેલા નિર્બળ અને ભૂખ્યા કૂતરાને પ્રેમપૂર્વક ખવડાવી દીધી. અને સહજ રીતે આગળ પ્રયાણ કર્યું. કેવો મહાન ત્યાગ, પરોપકાર.
બેઈ રાજાએ પોતાના મંત્રીને પૂછ્યું કે “દેવો અને દાનવોમાં શું અંતર છે ?'
મંત્રી- “રાજાજી! આનો ઉત્તર તમને કાલે આપીશ.”
બીજે દિવસે મંત્રીએ રાજભવનના રસોડે જમવા માટે બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું. પચીસ પચીસની બે પંક્તિમાં બ્રાહ્મણોને સામ સામે ભોજન માટે બેસાડવામાં આવ્યા. મંત્રીએ દરેકને જમણા હાથે લાંબા વાંસની લાકડી
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરોપકાર
૧૧૭ બંધાવી દીધી જેથી હાથને વાળી શકાય નહીં, પછી વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ થાળમાં પીરસવામાં આવી. પણ હાથ તો બંધનમાં હતા. જમવું કેમ ! થાળીઓ એમ જ પડી હતી. થોડીવાર પછી હાથનાં બંધન છોડવામાં આવ્યાં ત્યાર પછી એ બ્રાહ્મણોએ ભોજન કર્યું.
એક કલાક પછી એ જ પ્રમાણે બીજા બ્રાહ્મણોની પંક્તિઓ ગોઠવાઈ. તેમના જમણા હાથો પર લાકડીઓ બાંધવામાં આવી. અને થાળ પીરસવામાં આવ્યા આ બ્રાહ્મણોએ વિચાર્યું કે હાથ વળતો નથી તેથી શું ભૂખ્યા રહેવું ? હાથ સામ સામે તો પહોંચી શકે ને ? અને તરત જ તે બ્રાહ્મણોએ દરેકે સામે બેઠેલાને ખવરાવવા માંડ્યું. આમને સામને હાથ લાંબા રાખીને પણ તેમણે ઉદરપૂર્તિ કરી. અને પ્રસન્ન થયા.
મંત્રીએ રાજાને કહ્યું કે આમાં તમારા પ્રશ્નનો ઉત્તર છે. પહેલીવાર જે બ્રાહ્મણો ભોજન માટે બેઠા તે અન્યોન્યને ભોજન આપવા માટે તૈયાર ન હતા. તેઓ “દાનવ” કહી શકાય. અને જે બ્રાહ્મણો બીજી પંક્તિવાળા હતા તેઓએ એકબીજાને ભોજન આપીને દરેકે ભોજન કર્યું. તેને દેવ' કહી શકાય
ઈગ્લેંડના સુપ્રિસિદ્ધ કવિ ગોલ્ડન સ્મિથ રોગીઓના ઉપચાર કરતા હતા એકવાર એક મુંઝાયેલી મહિલા તેમની પાસે આવી. તેનો પતિ બીમાર હતો તેનો ઉપચાર કરવા તે કવિને પોતાને ઘેર લઈ ગઈ. ત્યાં જઈને કવિએ જોયું કે અત્યંત નિર્ધનતાને કારણે માનસિક ચિંતામાંથી તેનો પતિ બીમાર થયો છે. કવિએ રોગીને તપાસ્યો અને કહ્યું કે ઘેર જઈને હું દવા મોકલું છું. તમે ચિંતા ન કરશો.
ઘેર જઈને તેમણે એ રોગી માટે એક પડીકું મોકલ્યું. તેના પર લખ્યું હતું. જ્યારે જરૂર પડે ત્યારે આ પડીકું ખોલવું અને તેમાં રાખેલી દવાનું સેવન કરવું. પેલી સ્ત્રીએ પડીકું ખોલ્યું તો તેમાં દસ સોનામહોરો હતી. આ જોઈને પતિનો રોગ ભાગી ગયો. બંને કવિની ઉદારતા માટે નમી પડ્યાં.
શરીર તો નશ્વર અને અનિત્ય છે. તેમાં જીવન છે ત્યાં સુધી પરોપકાર કરતાં રહેવું, ધનપિપાસા એક પ્રકારની બીમારી છે, અને ઝઘડાનું કારણ છે.
સાજા ભોજ વેષપરિવર્તન કરી પ્રજાની વાસ્તવિક સ્થિતિનું અવલોકન કરવા ધારાનગરીમાં ફરતા હતા. એકવાર રાજા કોઈ નિર્ધન બ્રાહ્મણના ઘર આગળથી જતા હતા, ત્યાં તેમણે તે ઘરમાંથી લડવાનો અને મારપીટ થવાનો અવાજ સાંભળ્યો. તેમાં બે સ્ત્રીઓ અને એક પુરુષ નો અવાજ
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
જીવન વિકાસનાં વીસ સોપાન હતો. સંભવ છે કે તે માતા, પુત્ર અને પુત્રવધૂ હશે. રાજભોજે તે ઘરની બરાબર નોંધ લઈ લીધી. - બીજે દિવસે રાજાએ બ્રાહ્મણને રાજસભામાં બોલાવ્યો અને પૂછ્યું “બ્રહ્મદેવ ! તમે તો શિક્ષિત અને વિદ્વાન છો છતાં તમારા પરિવારમાં અન્યોન્ય ઝઘડા કેમ કરો છો ?”
બ્રાહ્મણ : “મહારાજ ! આવો કલહ તો અમારા કુટુંબમાં થયા જ કરે છે. કારણ કે કોઈને પણ અન્ય પરિવારની વ્યક્તિથી સંતોષ થતો નથી. આવા અસંતોષનું કારણ શું છે તે સમજમાં આવતું નથી.”
“માતા મારાથી તથા મારી પત્નીથી સંતુષ્ટ નથી, મારી પત્ની મારાથી અને મારી માતાથી સંતુષ્ટ નથી, અને હું સ્વયં તે બંનેથી સંતુષ્ટ નથી.”
બ્રાહ્મણની વાત સાંભળીને રાજાએ કહ્યું “ બ્રાહ્મણ તેમાં તારો દોષ નથી. તમારા ક્લહનું કારણ તારી નિર્ધનતા છે. '
नश्यति विपुलमतेरपि बुद्धिः पुरुषस्य मंदविभवस्य । घृत लवण तैल तण्डुलं
वस्त्रेन्धन चिन्तया सततम् ॥ જેની પાસે ધન નથી હોતું તે પુરુષ બુદ્ધિમાન હોવા છતાં પણ તેની બુદ્ધિ ઘી, મીઠું, તેલ ચોખા, વસ્ત્ર, અને બળતણની ચિંતામાં નિરંતર નષ્ટ થતી જાય છે.
ત્યાર પછી રાજાભોજે રાજભંડારમાંથી એકલાખ સુવર્ણ મુદ્રાઓ બ્રાહ્મણને ભેટ આપી વિદાય કર્યો.
બ્રાહ્મણ મુદ્રાઓની થેલી લઈ ઘેર પહોંચ્યો. મુદ્રાસહિત બ્રાહ્મણને આવેલો જોઈ માતા અને પત્ની અત્યંત પ્રસન્ન થઈ ગયાં. કજિયાનું કારણ દૂર થતાં તેઓ પ્રેમપૂર્વક સુખ સહિત રહેવા લાગ્યાં, પણ આવો પરોપકાર કરનાર દુનિયામાં દુર્લભ છે.
મન વચન અને કાયાના પુણ્યામૃતથી પ્રાપ્ત ઉપકાર ની પરંપરા દ્વારા ત્રિભુવનને પ્રસન્ન કરવાવાળા તથા અન્યનો નાનો સરખો ગુણ પણ પર્વતથી મહાન માનનાર, વળી પોતાના હૃદયમ નિત્ય આનંદપૂર્ણ રહેવાવાળા સંત આ સૃષ્ટિમાં કેટલા છે? (અતિ અલ્પ).
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનઃ સંયમ
૧૧૯
૧૮. મનઃ સંયમ હે મનુષ્યો !
મનનાં બે કાર્ય છે. ચિંતા કે ચિંતન કરવું. છતાં બંનેમાં ઘણું અંતર છે. ચિંતાને ચિતા કરતાં પણ અતિ દુ:ખદાયક માનવામાં આવે છે. કારણ કે શરીરને એકવાર બાળે છે. પણ ચિંતા તો વારંવાર અંતરદાહ ઉત્પન્ન કરે છે. ચિંતા સ્વયં આગ છે. તે મનને બાળે છે શરીરને સુકાવે છે.
મનનું બીજું કાર્ય ચિંતન છે, એ એવી આગ છે, કે કર્મોને બાળે છે. શરીરને કંઈ હાનિ પહોંચતી નથી.
मनः अवं मनुस्याणाम् कारणं बन्धमोक्षयोः
મન જ મનુષ્યને કર્મબંધ અને મોક્ષનું કારણ છે. મનમાં જે વિષયની આસક્તિ સારી લાગતી હશે તો સંસારનું બંધન વધ્યા જ કરશે, અને જો વિષયથી વિરક્ત હશે અને ખાલી આસક્તિ હશે તો મોક્ષની સ્વાધીનતા ક્રમશ: પ્રાપ્ત થશે. મનમાં જે કષાયે કબજો લીધો તો આત્મા તેમાં મુંઝાઈ જશે. મનમાં ચિંતનની ચિનગારી પ્રજ્વલિત થશે તો આત્માને નિર્મળ અને ઉજ્વળ બનાવશે. અર્થાત સંસારના સુખોની ચિંતા આપણને સંસાર તરફ લઈ જાય છે. આત્મ ચિંતન મોક્ષ તરફ લઈ જાય છે. સંસારની ચિંતા હેય છે આત્મસુખનું સ્વરૂપ ચિતન ઉપાદેય છે.
કોઈ લોકોની માન્યતા એવી હોય છે કે મનની સ્થિતિ આહાર પર અવલંબિત છે. અપેક્ષાએ તે વાત સત્ય છે. એકાન્ત એ વાત જ સાચી એવું પ્રરૂપણ જૈનશાસન કરતું નથી.
जैसा खावे अन्न वैसा होवे मन ॥ આહારના પરમાણુઓ વિચારોને પ્રભાવિત કરે છે. દૂષિત આહારથી વિચાર દૂષિત થાય છે. અને શુદ્ધ આહારથી વિચાર શુદ્ધ થાય છે. જેમ પાસપોર્ટ વગર વિદેશયાત્રા સંભવ નથી તેમ જીવન યાત્રાનું છે સાત્ત્વિક આહાર વગર સુવિચાર, અને સદાચાર સુધી, તથા સદાચારથી સદવ્યવહાર સુધી, તથા સદાચારથી સવ્યવહાર સુધીની યાત્રા સંભવ નથી.
આજકાલ તો આહારશુદ્ધિની મર્યાદા રહી નથી. મોટા ભાગની જનતાના આહાર પર ડોકટરોનો કારભાર ચાલે છે. સત્યહીન, ચટકદાર, મસાલાથી ભરપૂર, ખાદ્યપદાર્થો પેટને બગાડે છે, હોટલને સુધારે છે. જેટલી
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
જીવન વિકાસનાં વીસ સોપાન હોટલોની સંખ્યા વધે છે તેટલી હોસ્ટપીટલો પણ વધે છે. આ સર્વના મૂળમાં દૂષિત આહાર તથા અસંયમ છે.
હોટેલના નામો વાસ્તવમાં આપણને ચેતવણી આપે છે “હિંદુ હોટલ - હિંદુ, હિંદુ, હો-ટલ જો તું હિંદુ હો તો ટળ. અહીંથી દૂર જા અહીં આવવાથી તારી પવિત્રતા નાશ પામશે છતાં સ્વાદ લોલુપી મનુષ્ય ત્યાં જાય છે. આ સ્વાદ લોલુપતા મનમાં થાય છે. પેટની પૂર્તિ તો સાત્ત્વિક આહારથી થાય છે. પરંતુ મનની ભૂખ શમતી નથી. તે પ્રથમ હોટલમાં અને પછી હોસ્પીટલમાં ચક્કર લગાવે છે. વળી ધનનો અપવ્યય કરાવે છે.
આવા મનની શુદ્ધિનો એક જ ઉપાય છે, મનુષ્યો વર્તમાનમાં જીવતાં શીખે. ભૂતકાળની સ્મૃતિની કે ભાવિની ચિંતા થી મુંઝાવું નહિ. ડાર્વિનની પદ્ધતિમાં મનુષ્ય વાનરનો વિકાસ છે, પરંતુ જો વાનરને પૂછો તો તે કહેશે કે મનુષ્ય વાનરનું પતન છે, કારણ કે તે ભૂત - ભાવિના ભારથી મુક્ત નથી હું મુક્ત છું, વર્તમાનમાં જીવું છું. ચિંતાઓથી મુક્ત છું.
ભૂતકાળના અનુભવમાંથી પ્રેરણા લો ભાર ન રાખો. વર્તમાન જો ઉલ્લાસમય શુદ્ધ કે સાત્ત્વિક છે તો પરિણામ સારું જ આવશે. તેથી ભૂતકાળમાં ડૂબી ન જવ, ભવિષ્યમાં વહી ન જાવ કેવળ વર્તમાનમાં જીવો.
નાવ પાણીમાં તરે છે ત્યાં સુધી કંઈ ભય નથી પણ પાણી જ્યારે નાવમાં આવે છે ત્યારે ભય શરૂ થાય છે. તે પ્રકારે મન સંસારની સપાટી પર દષ્ટાભાવે રહે તો કોઈ ભય નથી પણ મન સંસારમાં મોહ, મમતા કે આસક્તિનો પ્રકાર સેવ્યા કરે છે તે ખતરો છે.
રસોઈઘરમાં ચૂલાનો ધુમાડો મકાનની છતને તથા ચારે બાજુની દીવાલોને કાળી કરી નાંખે છે. તેથી મકાનની સુંદરતા નષ્ટ થાય છે. મન પણ રાગદ્વેષની જ્વાલામાંથી નીકળતા કષાયરૂપ ધુમાડાથી કલુષિત થઈ જાય છે. તેની સુંદરતા નષ્ટ થઈ જાય છે. જ્યાં સુધી મન સ્વચ્છ થતું નથી ત્યાં સુધી તેના સૌંદર્યની, સુખની કે શાંતિની સંભાવના નથી.
મન હરે હરે છે, અને રીતે ગીત જે મનને વશ પડે છે તે જીવનના સંગ્રામમાં પરાજિત થાય છે. મન પર વિજય પ્રાપ્ત કરવો તે વાસ્તવિક વિજય છે. મન પર વિજય પ્રાપ્ત કરવા પ્રથમ તેની દિશા બદલવાની જરૂર છે. તેની વૃત્તિઓ પર અંકુશની જરૂર છે. મનના દમનની તો તમામ અધ્યાત્મ પ્રધાન ધર્મો ના પાડે છે અને મન ઉપર ધર્મશાસ્ત્રોની આજ્ઞા મુજબ નિયંત્રણ માનવોએ અચૂક લાવવું જ જોઈએ, ધર્મગુરુઓ એવો આગ્રહ રાખે છે.
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
મનઃ સંયમ
मनसैव कृतम् पापम् न शरीर कृतम कृतम् , येनैवालिङ्गिता सुता,
ते नैवालिङ्गिता सुता ॥ મનથી કરેલું પાપ પાપ જ છે, શરીરથી કરેલું પાપ કથંચિત પાપ નથી. જે શરીરથી પત્નીને આલિંગન કર્યું, તે શરીરથી પુત્રીને આલિંગન કર્યું તે બંનેમાં ભાવનું મહાન અંતર છે.
એક ડોકટર છરીનો ઉપયોગ કરી શરીર પર શસ્ત્ર ક્રિયા કરે છે, એક ડાકુ શરીર પર શસ્ત્ર ચલાવે છે. બંનેના ભાવમાં ઘણું અંતર છે. એક નિર્દોષ છે બીજે સદોષછે.
ચિંતન દષ્ટ પણ કરે છે અને શિષ્ટ પણ કરે છે પરંતુ દુષ્ટનું ચિંતન અન્યને દગા પ્રપંચ માટે હોય છે અને શિષ્ટનું ચિંતન અન્યની ભલાઈ માટે હોય છે.
મહાત્મા ગાંધીજીએ ચાલીસવર્ષ સુધી ગીતાજી પર ચિંતન કર્યા પછી “અનાસક્ત યોગ” વિશે લેખન કર્યું હતું. પણ હજુ ગીતીના અનેક ગૂઢ ભાવોને સમજવામાં ગાંધીજી નિષ્ફળ ગયા હતાં. અરવિંદ ઘોષ ચાલીસ વર્ષ સુધી ચિંતનમાં “સતત ડૂબેલા રહ્યા છતાં કહ્યું” મારી શોધ અપૂર્ણ છે.
વાચસ્પતિ મિશ્ર લગ્ન પછી તરત જ “સાખ્યકારિકા” ઉપર સંસ્કૃતમાં ભાષ્ય લખવામાં એવા તલ્લીન થઈ ગયા કે પોતાની પત્નીને સર્વથા ભૂલી ગયા. વર્ષો સુધી પત્ની નિયમિતપણે તેમની પૂજા કરતી રહી, છતાં તેમણે તેનું મુખ સુદ્ધાં જોયું ન હતું. એક દિવસ તેલ ખૂટી જવાથી દીવો બુઝાઈ ગયો પત્ની એ તરત જ તેમાં તેલ પુર્યું અને પુનઃ દીવો પ્રગટાવ્યો. તે સમયે અચાનક મિશ્રજીની નજર પત્ની પર પડી. તેમણે પૂછ્યું “શ્રીમતીજી તમે કોણ છો ?” મેં તમને ક્યાંક જોયાં છે. પણ મને યાદ નથી કે ક્યાં જોયાં
હતાં ?'
શ્રીમતીજી - ““શ્રીમાન જી? પ્રથમ આપ આપનો ગ્રંથ પૂર્ણ કરો પછી આપને સ્વયં યાદ આવશે, અને જો યાદ નહિ આવે તો હું તે જણાવીશ !”
મિશ્રજી - “તમે મારી બહેન તો નથી, તે વાત તો નિશ્ચિત છે. તમારા જેવી સુંદર યુવાન સ્ત્રીએ મારા એકાંત સ્થાનમાં આવવાનું સાહસ શા માટે કર્યું? તે વાત મારી સમજમાં આવતી નથી. મારો ગ્રંથ તો હવે
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
જીવન વિકાસનાં વીસ સોપાન સમાપ્ત થવાની તૈયારીમાં છે. તેનું અંતિમ પૃષ્ઠ બાકી છે માટે કૃપા કરીને હમણાં જ તમારો પરિચય આપો જેથી મારી ઉત્સુકતા શાંત થાય.'
મિશ્રજીનો અત્યંતાગ્રહ જોઈને પત્નીએ પરિચય આપ્યો ! - “હું આપની પત્ની છું. વર્ષો પહેલાં આપની સાથે મારાં લગ્ન થયાં પછી આપ ભાષ્યની રચના કરતા રહ્યા અને હું આપની સેવા કરતી રહી. આપે કદિ મારા સામે જોયું નથી પણ હું તો તમારા દર્શન નિરંતર કરતી રહી છું.”
મિશ્રજી અત્યંત ભાવવિભોર થઈ ગયા અને બોલ્યા - પ્રેયસ મે જે કંઈ રચના કરી તેમાં તારી તપસ્યા મુખ્ય છે. તારી નિસ્વાર્થ સેવાથી હું આ ભાષ્ય પૂર્ણ કરી શક્યો છું તેથી આ ભાષ્યનું નામ “ભામતી ટીકા” રાખું છું, જેથી મારા નામ સાથે તારું નામ પણ અમર બનશે.
આજે આ ગ્રંથનું અસ્તિત્વ પંડિત વાચસ્પતિ મિશ્રજીની તન્મયતા, કઠોર સાધના, નિરંતર ચિંતનનું એક પ્રતીક છે, સાથે સેવાપરાયણ પત્નીનું ઉદાહરણ છે.
મન ચિંતનમાં લાગે ત્યારે આત્મોન્નતિ સરળ બને છે, મન જે ચંચળ જ રહ્યા કરે તો કેવી દુર્દશા થાય છે.
લખનૌ પર જ્યારે અંગ્રેજોએ આક્રમણ કર્યું ત્યારે તેના પરાજય પામીને ભાગી ગઈ. અંગ્રેજો રાજમહેલમાં પહોંચ્યા ત્યારે એક ચોકીદાર પોતાનો પ્રાણ બચાવવા ભાગી રહ્યો હતો. અંગ્રેજો નવાબ સાહેબના ખંડમાં આવ્યા ત્યારે તેઓ આરામથી ત્યાં જ બેઠા હતા. એક અંગ્રેજે આશ્ચર્યથી પૂછ્યું. ““તમારું સૈન્ય, સિપાઈઓ સર્વે ભાગી ગયાં છે તમે કેમ ભાગ્યા નહિ ?”
નવાબ સાહેબ : “હું તો ભાગવા માટે તૈયાર થઈને બેઠો છું પણ મને જૂતા પહેરાવવા કોઈ આવ્યું નથી તેથી કેવી રીતે ભાગી શકે?
આ છે વૈભવની પરાકાષ્ઠા, કેવળ પરાધીનતા. નવાબને વૈભવે જે પ્રકારે પરાધીન બનાવ્યા હતા તે પ્રકારે મનને વશ રાખવામાં ન આવે તો તે શરીર અને ઈદ્રિયોને પરવશ બનાવે છે.
મન જડ છે અને આકૃતિ રહિત હોવાથી સદા મૃતપ્રાય છે આવા મૃત મન દ્વારા સંસાર સ્વયં મૃતપ્રાય થતો રહે છે. આવું મૂર્ખતાનું ચક્ર કેવું વિચિત્ર છે? મન તૃષ્ણા દ્વારા મનુષ્યને અને સમસ્ત સંસારને મારે છે.
સિકંદરે ભારત પર આક્રમણ કરીને કેટલાંક રાજ્યો પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તે એકવાર કોઈ મહાત્માના દર્શન માટે ગયો. ત્યાં તેણે ઘણા
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનઃ સંયમ
૧૨૩
ગર્વ સાથે મહાત્માને પોતાનો પરિચય આપ્યો “હું સિકંદર છું, મેં અનેક દેશો મારા બાહુબળથી મેળવ્યા છે. હવે ભારત પર વિજય પ્રાપ્ત કરવા આવ્યો છું.''
મહાત્મા : ‘‘ભારત પર વિજય પ્રાપ્ત કર્યા પછી આપ શું કરશો ?’' સિકંદર : ‘“પછી આફ્રિકા પર વિજય પ્રાપ્ત કરીશ''
મહાત્મા : ‘‘ત્યાર પછી શું કરશો ?''
સિકંદર : ‘ત્યાર પછી ક્રમશઃ યુરોપ, અમેરિકા, જાપાન, જર્મની વગેરે સમસ્ત દેશો પર વિજય પ્રાપ્ત કરીશ.'’
મહાત્મા : વારુ, ‘‘સમસ્ત પૃથવી પર અધિકાર પ્રાપ્ત કરીને પછી શું કરશો ?'’
સકંદર : ‘પછી આકાશના તારાઓ જીતવા પ્રયાસ કરીશ''
મહાત્મા : બહુ સરસ, માનો કે જમીન, આકાશ સર્વત્ર વિજય પ્રાપ્ત થયો, પછી શું કરશો ?’’
સિકંદર : ‘‘પછી તો હું આરામ કરીશ''
મહાત્માજી : (હસી પડ્યા) ભલા માણસ ! આ સર્વ વિજય પ્રાપ્ત કરીને તારે જો કેવળ આરામ કરવો છે તો તું હમણાં શા માટે આરામ નથી કરતો ! આટલી ખટપટ, ચિંતા, સંઘર્ષ, લૂંટફાટ, સંહાર કર્યા પછી આરામનો નિર્ણય શામાટે કરે છે ? અને આરામ મળશે પણ કેવી રીતે ?’'
સિકંદર આગળ કંઈ જ જવાબ આપી ન શક્યો. संतोषः परमं सुखम्
એક વૃદ્ધા રાત્રે વીજળીના દીવા નીચે માર્ગ પર પોતાની સોય શોધી રહી હતી પણ તે જડતી ન હતી. ત્યાં એક યુવાને પૂછ્યું ‘‘માતાજી તમારી સોય ક્યાં પડી ગઈ હતી ?''
ઘરમાં સોય પડી ગઈ હતી’
માતાજી
યુવાન - હાસ્ય સાથે ‘‘તો પછી સોય ઘરમાં શોધવી જોઈએ ને ? તમે તો બહાર શોધી રહ્યાં છો તે કેવી રીતે મળે ?’’
વૃદ્ધા – ‘‘હું સોય અહીં એટલા માટે શોધું છું કે પ્રકાશ અહીં છે.’’ વૃદ્ધાની વાત પર આપણને હાંસી થશે પણ આપણે સૌ એવી જ
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
જીવન વિકાસનાં વીસ સોપાન મૂર્ખતા કરીએ છીએ. શાંતિ આપણા મનમાં જ ભરી પડી છે છતાં આપણે તે બહાર શોધીએ છીએ.
એકવાર મોટા મુલ્લાજીને શ્વાસ લેવામાં તકલીફ થઈ. ડૉકટરે બધી તપાસણી કરી પણ કંઈ નિદાન થઈ શક્યું નહિ તેથી તેમણે મુલ્લાજીને લંડન જઈ નિદાન કરાવવા જણાવ્યું.
મુલ્લાજી સાધન સંપન્ન હતા. શરીરના નિદાન અને ઉપચાર માટે તેઓ લંડન ગયા. ત્યાં સુપ્રસિદ્ધ ડૉકટરની પાસે તેમણે શરીરની તપાસ કરાવી પણ કંઈ નિદાન થઈ શક્યું નહિ. તે ડૉકટરે સલાહ આપી કે કદાચ દાંતના મૂળમાં કંઈ તકલીફ હશે તમે દાંતના ડૉકટર પાસે જાવ, તેઓ ડેંટિસ્ટ પાસે ગયા.
ડેટિસ્ટે સલાહ આપી કે તમે બધા દાંત કઢાવી નાંખો તો સારું થઈ જશે. મુલ્લાજીએ તે પ્રમાણે કર્યું. છતાં તકલીફ તો રહી ગઈ. ડૉકટરે કહ્યું કે તમારો રોગ કંઈ જુદા જ પ્રકારનો લાગે છે તેથી સમજમાં આવતો નથી, તેથી એમ લાગે છે કે તમારી બીમારી ભયંકર છે માટે તરત જ તમારા દેશ ભેગા થઈ જાવ. અંતિમ સમય તમારા સ્વજનોની સાથે રહેવું હિતાવહ છે.
મુલ્લાજી સ્વદેશ આવ્યા, અને વિચારવા લાગ્યા કે હવે થોડા દિવસમાં મરવું જ છે તો પછી પ્રસન્નતાથી જ વિદાય લઉં, શાંતિથી મરું અને સુખ માણી લઉં.
આમ વિચાર કરી તેમણે દરજીને બોલાવ્યો, અને સુંદર કોટ પેન્ટ તૈયાર કરવા આપ્યા દરજીએ માપ લીધું, પહેલાના કોટના કોલર કરતાં માપ થોડું મોટું થયું. મુલ્લાજી કહે નહિ, અસલ માપથી કોટ બનાવો.
દરજી - “હું તો અસલ માપથી કોટ બનાવીશ પણ તમારું ગળું પહેલા કરતાં વધી ગયું છે તેથી કોલર નાનો થશે. તો શ્વાસ લેવામાં તકલીફ થશે.”
આ વાત સાંભળી મુલ્લાજી તો ખુશ થઈ ગયા. અને પોતાની મૂર્ખતા પર હસવા લાગ્યા. અરે દર્દના ડૉકટર તો નજીકમાં રહેતા હતા. વ્યર્થ લંડનની દોડાદોડ કરી અને ધનનો પણ વ્યર્થ વ્યય કર્યો. દર્દનો ઉપચાર માત્ર કોલર મોટો કરવાનો હતો.
જ્યાં રોગ જન્મ લે છે ત્યાં તેનો ઉપચાર મળી રહે છે. અશાંતિ મનમાં પેદા થાય છે, તો શાંતિ પણ ત્યાં જ મળે છે. પરંતુ તે શાંતિ વૈરાગ્ય પ્રધાન, આસ્તિકતા પ્રધાન ઉપદેશ દ્વારા જ સંભવ છે. એવી જ્ઞાનગંગામાં આત્માને સદા સ્નાન કરાવતા રહો. પરંતુ લોકો શાસ્ત્રોનાં સાચાં જ્ઞાનને
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનઃ સંયમ
૧૨૫ બદલે સ્કુલ કોલેજોના દુનિયાની, ખાલી માહિતી પીરસતા મિથ્યાજ્ઞાનમાં વધુ શ્રદ્ધા રાખે છે તે ભારતની પ્રજાનું આવી રહેલું ભારે પતન સૂચવે છે.
ગુરુ નાનક એકવાર ગંગાતટ પર સ્નાન કરી રહ્યા હતા. તે વખતે તેમની નજર એક બ્રાહ્મણ પર પડી. તે સ્નાન કરતાં કરતાં બંને હાથ વડે પાણી પીતો હતો. નાનકજીએ તેને કહ્યું, “અરે ભાઈ ! મારો આ લોટો લો અને તેનાથી પાણી પીઓ.” બ્રાહ્મણ - નહિ, તમારો લોટો અપવિત્ર છે.
બ્રાહ્મણ – “લોટો તો બ્રાહ્મણનો જ પવિત્ર ગણાય"
નાનક - “મેં આ લોટો માટીથી ત્રણવાર માંજીને ગંગાજળમાં બરાબર સાફ કર્યો છે.”
બ્રાહ્મણ - “તેથી કંઈ પવિત્ર ન ગણાય, ગંગાજળમાં ધોવાથી તેમાં શું ફરક પડે?'
આપણાં આત્માને ધોવો પડે ! લોટાને તો પાણીમાં માંજીને શુદ્ધ કરવો ઘણો સરળ છે કારણ તેનાં માં વાસના કે વિકારો જનમ જનમથી નથી કારણકે તે તો જડ છે. જ્યારે આપણી આત્મા ને શુદ્ધ કરવાં ખાલી ગંગાસ્નાન જ પુરતી નથી ગંગાસ્નાન કર્યાબાદ ના, આત્મશુદ્ધિનાં આંતર શુદ્ધિના શાસ્ત્રો એ માર્ગો બતાવ્યા છે. આ સાંભળીને ભારતમાં જન્મેલાં તે પુરુષને ઘણી ખુશ થઈ.
મનની ચાલ ઘણી અટપટી છે. દિવસે વિચારેલું અધૂરું કાર્ય સ્વપ્નમાં પ્રત્યક્ષ દેખાય છે, ત્યારે તેમાં કોઈવાર મુશ્કેલી ઊભી થાય છે.
એક ભિખારી હતો. તે કોઈ ઝવેરીની દુકાનની પાસે સૂઈ ગયો હતો. રાત્રે કોઈ વરરાજાની સવારી ત્યાંથી નીકળી બેંડવાજાં, નાચગાન તથા રોશની સાથે વરરાજા ઘોડીપર બેઠા હતા. વરરાજા બહુમૂલ્ય વસ્ત્રો અને અલંકારોથી સજ્જ હતા, અને ઘોડીને પણ એ પ્રકારે સજાવી હતી.
આ જોઈને ભિખારી વિચારવા લાગ્યો કે મેં એક રૂપિયાની લોટરીની ટિકિટ લઈ રાખી છે. જો મારો નંબર લાગી જાય અને મને દસ લાખ રૂપિયા પ્રથમ પુરસ્કારના મળે; તો તેમાંથી હું એક બંગલો ખરીદું અને આ વરરાજાની જેમ ઘોડી પર બેસીને પરણવા જાઉ આમ વિચારમાં ને વિચારમાં તે ઊંઘી ગયો.
હવે સ્વપ્નની દુનિયામાં તેણે જોયું કે ખરેખર તેની લોટરી નો પ્રથમ પુરસ્કાર તેના નામ પર જાહેર થયો છે. તેણે તેમાંથી પાંચ લાખમાં એક બંગલો ખરીદી લીધો. લગ્ન માટે તેની પાસે ઘણી કન્યાઓના ફોટાઓ
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
જીવન વિકાસનાં વીસ સોપાન સહિત પ્રસ્તાવ આવ્યા હતા. બરાબર ચકાસણી કરીને તેણે એક સુંદર કન્યા પસંદ કરી, વરરાજા બની લગ્ન કરવા ઘોડી પર સવાર થયો. બહુમૂલ્ય વસ્ત્રો અને અલંકારોથી સજ્જ મોટી જાન સાથે તે સાસરે પહોંચ્યો સસરાજીએ તેનું તથા જાનૈયાનું બહુમાન કર્યું. કન્યાની સાથે તેને લગ્ન મંડપમાં બેસાડ્યો. હસ્તમેળાપના સમયે તેણે પોતાનો હાથ લાંબો કર્યો પણ કન્યાનો હાથ તેના હાથમાં આવ્યો નહિ, પરંતુ અચાનક એક ડંડો તેના હાથ પર પડ્યો. તેની ઊંઘ ઉડી ગઈ તેણે કહ્યું “અરે ચોકીદારજી ! ફક્ત બે મિનિટ તમે રોકાઈ ગયા હોત તો મારો હસ્તમેળાપ થઈ જાત.” ચોકીદારે સાશ્ચર્ય તેની સામે જોયું ત્યારે તેણે પોતાના સ્વપ્નની પૂરી વાત કહી.
ચોકીદાર - “મેં જાણ્યું કે તું કોઈ ચોર છું કારણ કે તારો હાથ ઝવેરીની દુકાનના તાળા તરફ લાંબો થયો હતો. તેથી મેં તરત જ ડંડાનો પ્રહાર તારા હાથ પર કર્યો. મેં મારી ફરજ બજાવી. મને શું ખબર કે તે સ્વપ્નમાં હસ્તમેળાપ માટે હાથ લંબાવ્યો હતો. પણ ભાઈ ! હવે કોઈ દિવસ સ્વપ્નમાં લગ્ન ન કરતો, નહિ તો આવી જ મુશ્કેલી થશે.
એક કાપડના વ્યાપારીને તેની દુકાનમાં એક દિવસ ઘણો વકરો થયો. આખો દિવસ તે ગ્રાહકોને કાપડ ફાડીને આપતો રહ્યો. એક મિનિટની કે ખાવાની પણ તેને ફુરસદ ન હતી. થાક્યો પાક્યો રાત્રે ઘરે જઈને જમી પરવારી સૂઈ ગયો. સ્વપ્નમાં તેણે એ દુકાનની ભીડ જોઈ ગ્રાહકોને કપડા ફાડીને આપવાની સર્વ ક્રિયા કરતો રહ્યો. સવારે જ્યારે તેની ઊંઘ પૂરી થઈ અને જાગ્યો ત્યારે તેણે જોયું કે અંગ પરનું વસ્ત્ર ન હતું પણ તેના આઠ દસ ટૂકડા પડ્યા હતા. સ્વપ્નદશામાં આવી મુશ્કેલીઓ ઊભી થાય છે.
જેનું મન વશ નથી પણ વિવશ છે તે સ્વપ્નમાં પણ વિવશ બની જાય છે, માટે જાગૃત અવસ્થામાં મનને વશ રાખીને સંયમિત બનાવવું આવશ્યક છે.
૧૯. વિવેક વિવેકીઓ!
મનઃ સંયમના વિષયમાં આપણે જોયું કે ચિંતનનો સંબંધ મન સાથે છે. વિવેકનો સંબંધ બુદ્ધિ સાથે છે.
हेयोपादेयज्ञानं विवेकः।। ત્યાગ કરવા જેવું શું છે, અને ગ્રહણ કરવા જેવું શું છે, તેના જ્ઞાનને ભગવાન વિવેક કહે છે.
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
વિવેક વિવેક - ચક્ષુધારા કર્તવ્ય અકર્તવ્યની ભૂમિકા આવે છે.
એવો દિવસુરપતિઃ સદગો વિવેઃ . વિવેક જ એક માત્ર સહજ નિર્મળ ચક્ષુ છે.
विवेको गुस्वत्सर्वम्
कृत्याकृत्यं प्रकाशयेत् ॥ વિવેક ગુરુની સમાન સર્વ પ્રકારનાં કૃત્ય અકૃત્યને તાદેશ્ય કરી આપે છે. શાસ્ત્રજ્ઞાનનો લાભ વિવેકીને પ્રાપ્ત થાય છે.
क्या अच्छा क्या है बुरा किस से जग कल्याण ? सच्ची समज विवेक यह
સવ શાસ્ત્રી અન સત્યેશ્વરગીતા આપણું હિત અહિત શું છે ? કયા સિદ્ધાંતો દ્વારા જનકલ્યાણ છે ? તેની યથાર્થ સમજ તે વિવેક છે, તે સર્વ શાસ્ત્રોનો પ્રાણ છે.
વિવેકગુણના વિકાસમાં અહંકાર અને મોહનું, પક્ષભર્યુ હૈયું બાધક છે. અહંકારવશ વ્યક્તિ અન્ય શાસ્ત્રોને તુચ્છ માને છે. મોહને વશ તે પોતાના જ્ઞાનને પૂર્ણ માની કૂપમંડૂક બને છે. નિષ્પક્ષતાથી તે ઘણો દૂર હોય છે, પ્રસિદ્ધ જૈનાચાર્ય હરિભદ્રસૂરિની જેમ સાહસપૂર્વક કોણ કહી શકે તેમ છે કે :
पक्षपातो न मे वीरे
! પિતાવિવું ! युक्तिमद्ववचनं यस्य
तस्य कार्य परिग्रहः ॥ મારો મહાવીર પ્રત્યે કોઈ પક્ષપાત નથી કે (સાંખ્ય દર્શન પ્રણેતા) કપિલા આદિ પ્રત્યે દ્વેષ નથી. જેની વાત યુક્તાયુક્ત ન્યાય સંગત છે તે મને સ્વીકાર્ય છે જે મને સાચો મોક્ષમાર્ગ બતાવે છે તેનાં વચનો મને માન્ય છે.
આદિ શંકરાચાર્ય સ્નાન કરીને પોતાના આશ્રમમાં પાછા ફરતા હતા ત્યાં માર્ગમાં કોઈ હરિજનનો સ્પર્શ થઈ ગયો. તેમણે તેના પર ક્રોધિત થઈ કહ્યું કે “તું શું આંધળો છે ? જોતો નથી કે હું નદી સ્નાન કરીને પવિત્ર થઈને આવું છું. તારા સ્પર્શથી તેં મને અપવિત્ર કર્યો, હવે મારે પુનઃ સ્નાન કરવું પડશે.”
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨૮
www.kobatirth.org
જીવન વિકાસનાં વીસ સોપાન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિરજન – “આપ શું અદ્વૈતવાદના પ્રચંડ પ્રચારક છો ?''
-
શંકરાચાર્ય – ‘‘હા, એમાં સંદેહ જ નથી.’’
હરિજન – બ્રહ્મ સત્ય છે, જગત્ મિથ્યા છે. જીવ બ્રહ્મ જ છે અન્ય નહિ, એ આપના વચનો છે ?’’
શંકરાચાર્ય - ‘‘હા, અવશ્ય મારા જ તે વચનો છે.’’
હરિજન - ‘હવે વિચારવાનું એ રહે છે કે તમારા શરીરમાં જે બ્રહ્મ છે તે મારા શરીરમાં છે, તો પછી એક શરીરથી બીજા શરીરને સ્પર્શ થાય તો તે અપવિત્ર કેવી રીતે બને ? અદ્વૈતવાદી આવો ભેદ માની જ શકે નહિ, વળી જો બ્રહ્મ સત્ય છે. તો તે સર્વ શરીરોમાં પવિત્ર છે, અને શરીર તો સર્વનું અપવિત્ર છે. દરેકના શરીરમાં માંસ. મળ, મૂત્ર, હાડકાં વગેરે અશુચિ દ્રવ્ય ભરેલાં છે. તો પછી એક અપવિત્ર શરીર બીજા અપવિત્ર શરીરને સ્પર્શી જાય તો તેમાં શું અનર્થ થાય ? ''
શંકરાચાર્યે મહાન પંડિતોને શાસ્ત્રાર્થમાં મહાત કર્યા હતા પરંતુ આ ક્ષુદ્ર મનાતા હરિજનના પ્રશ્નોનો તે ઉત્તર આપી શક્યા નહીં તેમણે તરત જ તે હરિજનને નમસ્કાર કર્યા. અને કહ્યું : “આજે તમે મારાં ચક્ષુ ખોલી આપ્યાં. સિદ્ધાંત કેવળ શાસ્ત્રાર્થ માટે નથી, જીવનના આચાર માટે છે. આ વાત તમે મને આજે શિખવાડી તેથી હું તમારો આભારી છું. હવે મારે ફરી સ્નાન કરવાની આવશ્યકતા નથી. તેઓ વગર સ્નાને આશ્રમમાં ગયા.
શંકરાચાર્યનું આવું સાહસ તેમને વધુ ઉજ્વળ બનાવી ગયું. સ્વયં દિગ્વિજયી, શાસ્ત્રર્થ મહારથી, મહાપંડિત, સંન્યાસી હોવા છતાં પણ એક ક્ષુદ્ર હરિજનના મુખેથી પ્રગટ થયેલી ન્યાયસંગત હકીકતનો સ્વીકાર કર્યો. આવું સાહસ વિવેકમાંથી ઉત્પન્ન થાય છે.
મમૂળવુદ્ધિયુ વિવેવતા તઃ ? | શિશુપાલવધ
અહંકાર અને મોહ જેની બુદ્ધિને ગ્રસી લે છે તેને વિવેક ક્યાંથી હોય ? જેનામાં વિવેક નથી તે છતી આંખે પણ અંધ છે.
विवेकान्धो हि जात्यन्धः ॥
વિવેકહિન અંધ, જન્માંધ જાણવો.
विवेकनमनुप्राप्ताः
गुणा यान्ति मनोज्ञताम् । सुतरां रत्नमाभाति ચામીરનિયોખિતમ્ || ચાણક્ય
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
વિવેક
વિવેક સહિત અન્ય ગુણો એવા શોભે છે કે જાણે સોનાનાં આભૂષણોમાં રત્ન જડ્યાં ન હોય !
સોના દ્વારા રત્નની અને રત્ન દ્વારા સોનાની શોભા વૃદ્ધિ પામે છે. તે પ્રકારે અન્ય ગુણો દ્વારા વિવેક અને વિવેક દ્વારા અન્ય ગુણો શોભે છે.
શરીરમાં કાન ખુલ્લા છે, આંખ પર સાધારણ પલક છે, નાક ખુલ્લું છે. પરંતુ જીભ મોંમાં બંધ હોય છે. તેમાં વળી બત્રીસ ચોકીદાર, તેના પર બે હોઠોનો કબજો. જીભની આ સ્થિતિ જણાવે છે કે તેનો ઉપયોગ કરવામાં કેટલા વિવેકની જરૂરત છે.
रे जिह्ने ! कुरु मर्यादाम् भोजने वचने तथा । वचने प्राण सन्देहो
भोजने चाप्यजीर्णता ॥ છે જીવ ! તું ભોજનમાં અને વચનમાં સંયમ રાખ. અસંયમયુક્ત વચન બોલવાથી પ્રાણ જવાનો સંભવ છે. અને ભોજનના અસંયમથી અજીર્ણ થવાનો સંભવ છે. બંનેના અસંયમનું પરિણામ ભયંકર છે.
ચિકિત્સકો કહે છે કે મનુષ્ય જે આહાર કરે છે તેમાંથી એક તૃત્રીયાંશ ભાગથી તે જીવે છે અને બે તૃત્રીયાંશ ભાગથી વૈદ્યો જીવે છે. અર્થાત આપણે જે કંઈ ગ્રહણ કરીએ છીએ તેનો ત્રીજો ભાગ જ આપણે માટે પર્યાપ્ત છે. વધુ પડતો આહાર અજીર્ણ પેદા કરે છે. રોગ ઉત્પન્ન થતાં આપણે ડૉકટરોનાં પગથિયાં ચઢવા પડે છે અને લાંબાં બીલોની રકમ ચૂકવીને ઉપચાર કરવો પડે છે. આ પ્રકારે ડૉકટરોનો જીવન નિર્વાહ નભે છે.
જીભનું બીજું કાર્ય છે વાણી-વચન. સત્ય વચન બોલવામાં પણ વિવેકની જરૂર છે, વિવેક વગરની વાણી સત્ય હોય તો પણ ઘાતક નીવડે છે. તેથી મહર્ષિઓએ કહ્યું છે કે :
सत्यं ब्रूयात्प्रियं ब्रूयात् न बूयात्सत्यमप्रियम् प्रियं च नानृतं बूया
देष धर्मः सनातनः હંમેશાં સત્યવચન બોલવું, મઘુરવચન બોલવું, અપ્રિય લાગે તેવું
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
જીવન વિકાસનાં વીસ સોપાન સત્ય ન બોલવું. વળી પ્રિય એવું ના બોલવું કે અસત્ય હોય, આ સનાતન ધર્મ છે.
અંધને “સુરદાસજી' કહો તો અપ્રિય નહિ લાગે. તમને કોઈ એમ કહે કે તમે અપ્રામાણિક છો, ચોર છો તો તમને ખોટું લાગશે, પરંતુ જે એમ કહે કે આપણે પ્રામાણિક રહેવું જોઈએ, શાહુકાર રહેવું જોઈએ. તે વાત તો એક જ પણ આપણને ખરાબ નહિ લાગે.
એક સ્વપ્નફળ પાઠકને રાજાએ પોતાના સ્વપ્નનું ફળ પૂછયું: પાઠકે તે સ્વપ્નફળ જણાવતાં કહ્યું કે “તમે સ્વપ્નમાં તમારા મુખમાંથી બત્રીસી નીકળી ગયેલી જોઈ તેનું ફળ ઘણું વિપરીત છે. આપના કુટુંબના સર્વ સ્વજનો એક પછી એક આપની સામે જ મૃત્યુ પામશે.” આ સાંભળી રાજ અત્યંત મુંઝાઈ ગયો. ત્યાં એક બીજા સ્વપ્ન પાઠકે કહ્યું “મહારાજ ! આપના સ્વપ્નનું ફળ સારું છે આપના સર્વ પરિવારથી આપનું આયુષ્ય અધિક છે. બંને કથનનો અર્થ તો એક જ હતો. છતાં એકના કથનમાં અવિવેક હતો બીજાના કથનમાં વિવેક હતો. પરિણામે રાજાએ બીજા સ્વપ્ન પાઠકને યોગ્ય પુરસ્કાર આપ્યો. પ્રથમ સ્વખપાઠક અવિવેકને કારણે કંઈ પામ્યો નહિ.
વિવેકી મનુષ્યો બદ્ધિનો સદઉપયોગ કરે છે. અને અવિવેકી બુદ્ધિનો દુરુપયોગ કરી પોતાનું અને અન્યનું અહિત કરે છે.
बुद्धि तृष्णा की दासी हुई मृत्यु का सेवक है विज्ञान । चेतना अभी भी नहि मनुष्य
विश्वका का क्या होगा भगवान ॥ જેણે અણુબોંબનું સર્જન કર્યું તેનું મૃત્યુ અત્યંત કરુણાજનક સ્થિતિમાં થયું હતું. પોતાના સર્જનથી તેને ઘોર પ્રશ્ચાતાપ થયો હતો. રડીને અને રિબાઈને અંતે તેનું મૃત્યુ થયું. તેના અંતિમ ઉદ્દગાર હતા Shall I go to hell (હું નક્કી નરકમાં જઈશ)
जब चिडियोंने चुग खेत लिया फिर पछताये का होवत है ? उठ जाग मुसाफिर ! भोर भई
अब रैन कहां जो सोवत है । જ્યારે બાજી જ હાથમાં રહી નથી ત્યાં તું પસ્તાઈને શું કરીશ? છતાં હે જીવ ! જાગ, તું જ્યારથી જાગે ત્યારથી સવાર છે.
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧
વિવેક
સહાનુભૂતિસહિત એક શબ્દ પણ અન્યના દુઃખ દૂર કરવાને પર્યાપ્ત છે. અવિવેકપૂર્ણ કે કટાક્ષ બાણરૂપ એક શબ્દ અન્યના હૃદયને ઘાયલ કરે છે. જ્યાં એક શબ્દ હજારોની ગરદન ઉડાડી દેવામાં નિમિત્ત બને ત્યારે એક શબ્દ પર હજારોની ગરદન ઝૂકી જાય છે. તેવું બને છે.
बोल बोल अमोल है बोल सके तो बोल पहले भीतर तौल कर
फिर बाहर को खोल ॥ જે કંઈ બોલો તે વિચારીને બોલો, સમજીને બોલો, વિવેકપૂર્વક બોલો.
વિવેને ઘમ્પમહિના | વિવેકમાં ધર્મ સમાય છે. ગણધર ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું.
कहंचरे कहं चिट्टे ? कहं मासे कहं सो ? कहं भुजंतो भासन्तो
पावंकम्मं न बंधइ ? હે પ્રભુ કેવી રીતે ચાલવું ? કેવી રીતે ઊભા રહેવું ? કેવી રીતે બેસવું? કેવી રીતે સૂવું? કેવી રીતે ખાવું? કેવી રીતે બોલવું કે જેનાથી પાપકર્મનો બંધ ન થાય ? ભગવાન મહાવીરે જવાબ આપ્યો :
ऽजयं चरे जयं चिढे जयंमासे जयं सजे । जयं भुजंतो भासन्तो
पावकम्मं न बंधई ॥ યત્નાપૂર્વક (સાવધાની પૂર્વક – વિવેકપૂર્વક) ચાલવું, ઊભા રહેવું, બેસવું, સૂવું, ખાવું અને બોલવું તો પાપકર્મ બંધાતાં નથી.
સંદર, સુસજ્જ કોઈ અતિમૂલ્યવાન મોટરને એક ન હોય તો તેમાં બેસવાનું સાહસ કોણ કરે ? એ પ્રકારે આખા સૃષ્ટિમંડળમાં એક માનવને અમૂલ્ય વચનયોગ મળ્યો છે. તેમાં વિવેકરૂપી બેકની જરૂર છે.
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
જીવન વિકાસનાં વિસ સોપાન પાંડવોએ પુણ્યયોગે એક અદ્ભુત મહેલ બનાવ્યો હતો. અને તેઓએ દુર્યોધનને મહેલ જોવા આમંત્રણ આપ્યું. દુર્યોધન મહેલ જોતા હતા તેમાં નીચેની ફરસની રચના એવી હતી કે તેમાં જળનો ભ્રમ થાય. આથી દુર્યોધને પોતાનાં વસ્ત્રો ઊંચાં લઈ ચાલવા લાગ્યા. આ જોઈ ને ત્યાં ઉભેલાં સૌને રમૂજ થઈ પણ તેમણે સંયમ રાખી હાસ્ય દાબી રાખ્યું. દુર્યોધને, ઝંખવાણો થઈ વસ્ત્ર નીચાં કરી લીધાં
થોડા આગળ ચાલ્યા, ત્યાં જળનો ભાગ આવ્યો દુર્યોધન, હાંસી થવાના ભયથી બેફિકર થઈ ચાલવા લાગ્યા, કારણ કે તે જળનો ભાગ ફરસ જેવો લાગતો હતો. જ્યાં પગ જળમાં પડ્યા કે પાણી ઉડ્યું અને વસ્ત્ર ભીંજાઈ ગયાં.
આગળ ચાલ્યા તો એવા દરવાજ આવ્યા કે જ્યાં દીવાલનો ભ્રમ થાય કૌરવાધિપતિ દુર્યોધન તે દરવાજા પાસે જ રોકાઈ ગયા. પાંડવોએ વિનંતી કરી કે આગળ ચાલો, થોડા આગળ ગયા ત્યાં દીવાલ આવી જેમાં દરવાજાનો ભ્રમ પેદા થતો હતો, તેથી દુર્યોધન આગળ વધ્યા. તરત તેમનું માથું જોરથી દીવાલ સાથે અથડાયું. આ વખતે પણ સૌ ઉપસ્થિત જનો મનમાં તો હસી રહ્યા હતા પણ સંયમ રાખી હાસ્યને દાબી રાખ્યું. પણ આ બનાવોથી દુર્યોધનને પોતાની અસહિષ્ણુતાના કારણે અને પાંડવો પ્રત્યેના બાળપણના ખોટાં બંધાયેલ પૂર્વગ્રહોના કારણે ઘણું લાગી આવ્યું અને પાંડવોના પુણ્ય પ્રકર્ષને તોડી પાડીને, દુનિયાની સામે પાંડવોને હલ્કા પાડવા માટે પાંડવોની સત્તા અને સુખ, છળકપટ અને અન્યાય અનીતી દ્વારા પચાવી પાડવાનો સંકલ્પ કર્યો અને દુર્યોધને જન્માવ્યું મહાભારત યુદ્ધ. “વેરથી વેર શમે નહિ જગમાં”
દુર્યોધનનો નિર્ણય સાંભળી ભીમે વળતી પ્રતિજ્ઞા લીધી કે મારી ભૂજના બળે આ ગદાના પ્રચંડ પ્રહારથી દુર્યોધનની બંને સાથળોને ઘાયલ કરી તેમાંથી નીકળતા ગરમ રક્ત દ્વારા મારા હાથો લાલ કરીને હું તારી વેણીને સજાવીશ
દ્રોપદીના કેવળ એક જ વાક્યથી શત્રતાનો સૂત્રપાત થઈ ગયો. તેના ફળસ્વરૂપે મહાભારતનું મહાયુદ્ધ એ ધરા પર ખેલાઈ ગયું. જેમાં અક્ષૌહિણી સેના ના હજારો સૈનિકો તથા અનેક સેનાપતિઓનો નાશ થયો. બંને મહારથીની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. અર્થાત્ શત્રુતાનો કરુણ અંજામ આવ્યો.
અવિવેકથી ઉત્તમ સિદ્ધાંતોનો દુરુપયોગ થાય છે ત્યારે મૂર્ખાઈનું પ્રદર્શન થતું હોય છે.
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેક
૧૩૩ કોઈ ગામની બહાર દશેરાનો મેળો ઉજવાતો હતો તેની વચમાં એક કૂવો હતો. ઘણી ભીડના ધક્કામાં એક માણસ એમાં પડી ગયો. તેને તરતાં આવડતું ન હતું. તે થોડે ઊંચે આવીને કંઈક પકડીને લટકી રહ્યો હતો અને બૂમો પાડતો હતો “બચાવો બચાવો.”
ત્યાંથી એક બુદ્ધ ભિક્ષુક નીકળ્યો. તેની બૂમો સાંભળી તે બોલ્યો આ જગતમાં સુખ કરતાં દુ:ખ અધિક છે, તું બહાર નીકળીને પણ શું સુખ પામશે ? વળી તે પૂર્વજન્મમાં કોઈને કૂવામાં નાંખી દીધો હશે તેથી તને આ જન્મમાં તેનું ફળ મળ્યું છે. દરેકે કરેલાં કર્મ પોતાને ભોગવવાં પડે છે. માટે શાંતિથી આ કર્મને ભોગવી લે તો નિર્વાણ – સાચું સુખ પામીશ આમ કહી ભિક્ષુ પાણી પીને વિદાય થયો.
થોડીવાર પછી એક નેતાજી આવ્યા, તે ભાષણ કરવાના ઉત્સાહમાં આવો અવસર શોધતા હતા. કૂવામાંથી માણસનો અવાજ સાંભળી તેઓ તેને આશ્વાસન આપી કહેવા લાગ્યા “ભાઈ ! તું ધીરજ રાખ, થોડા દિવસ પછી રાજ્યસભા મળવાની છે, તેમાં વિચાર કરવા માટે હું એક ખરડો પ્રસ્તુત કરવા માંગુ છું, કે ભારતવર્ષમાં સાત લાખ ગામડાં છે તેના સર્વ કૂવાઓ પર કાંઠા બાંધવામાં આવે.
માણસ - અરે ભાઈ ! તમારું અધિવેશન તો ક્યારે મળશે અને કાંઠાઓ ક્યારે બંધાશે ? એ કાંઠો મને બચાવી નહિ શકે, મને તમે હમણાં બહાર કાઢો,
નેતા : - અરે ! તું તો કેવળ સ્વાર્થી છે, તું તારું જ હિત વિચારે છે. સજ્જન માણસ તો અન્યનું હિત વિચારે છે. પોતાનું હિત તો કીડી મંકોડા પણ કરે છે. તું તો મનુષ્ય છું તારે સર્વનું હિત વિચારવું જોઈએ.
માણસ - તો તમે સ્વયં સર્જન થઈને મને જ પ્રથમ કૂવાની બહાર કાઢો નેતા : હું કોઈ એક બેનું ભલું કરવામાં માનતો નથી, હું તો જનતા જનાર્દનનો સેવક છું. સમગ્ર પ્રજાનું હિત વિચારું છું.
માણસ - અરે ભાઈ ! સમગ્ર પ્રજનું હિત તો જ્યારે થશે ત્યારે થશે, હમણાં હું તો ડૂબી રહ્યો છું. અરે ! મરી જઈશ જલદી બહાર કાઢો.
નેતા – તારા એકના જીવવા કે મરવાથી ધરતી ઉપર શું ફરક પડશે ? છતાં કદાચ તું મરી જઈશ તો મારું કાર્ય વધુ સરળ થશે. રાજ્યસભામાં હું તારું ઉદાહરણ પ્રસ્તુત કરીશ કે આ ગામમાં કૂવાને કાંઠો ન હોવાથી એક માનવનું મૃત્યુ થયું. અને સભામાં ઉત્તેજના થશે એટલે મારા તૈયાર કરેલા પ્રસ્તાવને વધુ વેગ મળશે. અને તેથી તે બીલ સભામાં કાયદેસર પસાર
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
જીવન વિકાસનાં વીસ સોપાન થશે. તને શહીદ થવાનો અવસર પ્રાપ્ત થશે. આખા દેશના અખબારોમાં તારી પ્રસિદ્ધિ થશે, તારી મૂર્તિ સ્થપાશે, અને લોકો તેના પર ફૂલ ચઢાવી તારું સન્માન કરશે, તું અમર થઈ જઈશ.
માણસ - “મારે અમર બનવું જ નથી. મારે જીવવું છે, મને બહાર કાઢો.” પરંતુ નેતાજી પોતાની કલ્પનામાં રાચતા ત્યાંથી વિદાય થયા.
થોડીવાર પછી એક પાદરી ત્યાંથી નીકળ્યા. કૂવામાંથી માણસનો અવાજ સાંભળીને તેઓ પ્રસન્ન થઈ કૂવા પાસે પહોંચ્યા. પોતાની ઝોળીમાંથી દોરડું કાઢ્યું અને કૂવામાં લટકાવ્યું. દોરડું પકડીને પેલો માણસ બહાર આવ્યો. અને ખુશ થઈને બોલ્યો “તમારો ઘણો આભાર, તમે મારો જીવ બચાવ્યો. તમે મારા પર ઘણી કૃપા કરી.”
પાદરી - “અરે ભાઈ! મેં કંઈ કૃપા કરી નથી. પરંતુ તમે મારા પર કૃપા કરી છે. તમે કૂવામાં પડીને મને સેવા કરવાની તક આપી” મહાત્મા ઇસુએ કહ્યું છે કે “માનવ સેવા તે ઈશ્વરની પૂજા છે. “મેં આજે તમારી સેવા કરીને ઈશ્વરની પૂજા કરી છે. “તમે પહેલાંની જેમ ફરી કૂવામાં પડો તો મને ફરીને પૂજા કરવાની તક મળે” આમ કહીને પાદરીએ તે માણસને ધક્કો મારી કૂવામાં નાંખી દીધો, વળી દોરડું નાંખીને કાઢ્યો. આમ વારંવાર તે પાદરી પૂજા કરવા લાગ્યા.
માણસ : તમે આ શું કરો છો? વારંવાર કૂવામાં નાંખીને તમે મને મારી નાંખશો આમ કહેતાંની સાથે માણસ દોટ મૂકીને ભાગી ગયો.
સિદ્ધાંતના કેવળ શબ્દો પકડીને માણસો કેવો અવિવેક કરે છે. સેવાનો સંદર્ભ દંભમાં પરિણમે છે. એવામાં આજ્ઞા પ્રધાનતાનો વિવેક ન હોય તો તે સાચા અર્થમાં સેવા નથી બનતી.
विवेका किं सोऽपि, स्वरसजनिता यत्र न कृपा ? જે કૃપા કરુણા કે સહાયતા અંતરથી સહજ આનંદમય ન હોય તે વિવેક નથી.
સારા ખોટાનો ન્યાય વિવેકથી થાય છે. જે હિતાવહ હોય તેનો સ્વીકાર કરવો જોઈએ. અવિવેકી પોતાની બુદ્ધિથી કાર્ય કરતો નથી, તે અન્યનું અનુકરણ કરે છે. લોકો જેમ કરે તેમ તે પણ ટોળાંને અનુસરે છે.
એક માળી ફૂલોનો વ્યાપાર કરતા હતા. ગામમાંથી ફૂલોની ટોપલી ભરીને શહેરમાં જઈ વેચી દેતો. એકવાર દરવાજા પાસે પહોંચ્યો અને તેને કુદરતી હાજત થઈ. દરવાજા પાસે બેસીને તે ઊઠ્યો ત્યાં તેણે સામેથી
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાર્ગ
૧૩૫
કોટવાળાને આવતો જોયો. આથી તે ગભરાઈ ગયો. જો કોટવાળ આ ગંદકી જોશે તો મારીને કચુંબર કરી નાંખશે. પોતાના રક્ષણ માટે તેને તત્કાળ એક ઉપાય સૂજ્જો. ટોપલીમાંથી થોડાં ફૂલ કાઢીને તેણે મળને ઢાંકી દીધો.
કોટવાળ માળીની નજીક આવ્યો, તેણે ફૂલોની ઢગલી જોઈ, તે સમજ્યો કે આ કોઈ પવિત્ર જગા છે, તેથી તેણે માળી પાસેથી થોડાં ફૂલ ખરીદીને તેના પર ચઢાવ્યાં નગરનો દરવાજો હોવાથી ત્યાં ઘણા માણસોની અવર જવર થવા લાગી. દરેક માણસ ફૂલ ખરીદી કરે અને પેલી ઢગલી પર ચઢાવતા જાય. પછી આ સમાચાર નગરમાં પ્રસિદ્ધ થયા. કોઈએ માન્યું કે તે હિંદુઓનું સ્થાન છે, કોઈએ માન્યું કે દરગાહ છે, દરેક પોતાની માન્યતા પ્રમાણે ફળ, ફૂલ મીઠાઈ ચઢાવવા લાગ્યા. ઢગલી હવે તો ઢગલો બની ગઈ. નેતા મહાનેતા, પુરાહિત મહંત સર્વ લોક આવવા લાગ્યા. તેમાંથી ઝઘડો થયો કે આ સ્થાન કોનું છે ? હિન્દુઓ કહે અમારું છે, મુસ્લિમો કહે અમારું છે. વાત ન્યાય માટે બાદશાહ પાસે પહોંચી બાદશાહે આદેશ આપ્યો કે એ ફળ ફળાદિના ઢગલાને દૂર કરી જમીન ખોદીને જેનું ચિન્હ નીકળે તેનું સ્થાન માન્ય થશે.
સેવકોએ તરત જ ઢગલો દૂર કર્યો, જ્યાં મળની દુર્ગંધ છૂટી કે નેતા મહાનેતા, પુરોહિત, કે મહંત પોતાનું નાક સંભાળીને ત્યાંથી ભાગી છૂટ્યા. અવિવેક અને અંધવિશ્વાસનું પરિણામ કેવું આવે છે ? અંતમાં ઉપાસના કે આરાધનાની સફળતા માટે વિવેક ની અત્યંત આવશ્યકતા છે.
૨૦. મોક્ષમાર્ગ
મિત્રો !
કોઈ વ્યક્તિ તમારી નિકટથી દોડી જતી હોય અને તમે તેને રોકીને પૂછો કે ‘‘ભાઈ ! આટલી તેજીથી તમે કેમ દોડી રહ્યા છો અને ક્યાં જાઓ છો ?''
તે તમને ઉત્તરમાં કહે કે “મને ખબર નથી કે હું ક્યાં જઈ રહ્યો છું.'' તો તમે તેને મૂર્ખ કહેશો. તે પ્રકારે આપણે કોઈ લક્ષ્ય વગર પૂરું જીવન દોડતોડમાં લગાવી દીધું છે, તો આપણે પણ શું મૂર્ખ નથી ? વિના લક્ષ્ય દોડવાવાળા યાત્રા નથી કરતા પણ ભટકે છે.
જીવન જો યાત્રા છે તો મોક્ષ તેનો અંતિમ લાસ્ટ, છેલ્લો કિનારો છે. તેને પ્રાપ્ત કરવાનું દરેક પ્રાણીનું અંતિમ લક્ષ્ય હોવું જ જોઈએ.
મોક્ષ આત્માની સમગ્રતા છે. સમસ્ત કર્મોથી મુક્તિ એનું નામ જ
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
જીવન વિકાસનાં વીસ સોપાન
મોક્ષ છે. દિપક જ્યારે બુઝાઈ જાય છે ત્યારે તેની જ્યોત અદૃશ્ય થઈ જાય છે. તેનું પુનરાગમન થતું નથી તે પ્રકારે જે આત્મા આ સંસારનો સર્વથા ક્ષય કરે છે તેનું પુનરાગમન થતું નથી. તે પુનઃ શરીર ધારણ કરતો નથી. તેને આપણે નિર્વાણ કહીએ છીએ, અર્થાત્ તે જ મોક્ષ છે. ગાંધીજીના સ્વર્ગવાસને જેઓ નિર્વાણ કહે છે તેઓ આપણાં દેશનાં મૂર્ખ કહેવાતા બુદ્ધિજીવીઓ છે. કારણ કે જેનો મોક્ષ થાય તેનો નિર્વાણ થતો હોય છે. કોઈનું મરણ થાય એટલે કંઈ નિર્વાણ ન કહેવાય તો તો પછી ગાંધીના મરણ ને જ નિર્વાણ કેમ કહેવાય ભલો કુતરો મરે તો તેને પણ નિર્વાણ કહેવું પડે એવું આવીને ઉભું રહે.
મહાત્ત્વાકાંક્ષા અને સંતોષ બંને ગુણો કહેવાય છે. બંન્નેનું ક્ષેત્ર અલગ અલગ છે. મોક્ષને માટે મહત્ત્વાકાંક્ષા અને સંસાર માટે સંતોષ જોઈએ. ભૌતિક સુખસામગ્રીની તૃષ્ણા, આકાંક્ષા અનંત હોય છે, તેથી તેમાં સંતોષની જરૂર હોય છે. મોક્ષની આકાંક્ષા શાંત હોય છે, તે મોક્ષની પ્રાપ્તિ પછી સમાપ્ત થાય છે. તેથી જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેની મહત્ત્વાકાંક્ષા રહેવી જોઈએ. હું ક્યારે પૂર્ણ બનું ? ક્યારે પરમાત્મા બનું ? ક્યારે સુખ શાંતિ પ્રાપ્ત કરું ? ક્યારે જન્મ મરણથી છૂટું ? ક્યારે સર્વજ્ઞ સર્વદર્શી બનું ? ક્યારે વિષય તથા કષાયનો સર્વથા સંપૂર્ણ નાશ કરું ? ક્યારે માન-અપમાન નિંદા-પ્રશંસાના ને પરિ ? ચંચળ મનોવૃત્તિથી ક્યારે વિરામ પામું ? આવી તીવ્ર ઝંખના મનુષ્યને મોક્ષમાર્ગની પ્રેરણા આપે છે.
આત્મસ્વરૂપની, આત્માનાં સાચા સુખની સ્પષ્ટ સમજ મેળવવી, આત્માની શક્તિનો વિશ્વાસ પાકો હોવો જોઈએ, અનુભૂતિપૂર્વકનો તો મોક્ષ દૂર નથી. પણ જો ભૌતિક સામગ્રીથી અસંતોષ, વધુ મેળવવાની આકાંક્ષાને કારણે મોહ, મમતા, માયા, પ્રમાદ અને વિલાસ જેવી દશામાં મૃત્યુ પ્રાપ્ત થયું તો અનંત સંસારનું ખાતું ખૂલી જશે.
એક ચિંતકે લખ્યું છે કે ઃ
તમે મને બતાવો કે તમે શું ઇચ્છો છો, તો હું તમને બતાવીશ કે તમે કોણ છો ?
આપણે જેને ચાહીએ છીએ, જેના પ્રત્યે શ્રદ્ધા કરીએ છીએ તેવા આપણે થઈએ છીએ જો આપણે વીતરાગ પ્રત્યે શ્રદ્ધા કરીએ વીતરાગના વ્યવહાર પ્રધાન જિનશાસન પ્રત્યે સમર્પિત થઈએ તો તેના જેવા થઈએ છીએ.
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
મોક્ષમાર્ગ
મહર્ષિ આચાર્ય ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થ સૂત્રમાં પ્રથમ સૂત્ર લખ્યું છે
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः સમ્ય દર્શન જ્ઞાન ચારિત્ર જ મોક્ષ માર્ગ છે. સરળભાષામાં કહીએ તો ભગવાન વિતરાગ પ્રભુએ કહેલું સાચું માનવું, તેમના એ શાસ્ત્રકથિત તત્ત્વોનું આજ્ઞા અનુસાર શક્તિ મુજબ સાચું જાણવું અને સાચું આચરવું તે મોક્ષ પ્રાપ્તિનો સાચો ઉપાય છે. - વીર સુભટ બાહ્ય શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકે છે. પરંતુ મોક્ષમાર્ગે ચાલનાર ક્રોધ, માન, માયા, લોભ આ ચાર આંતરિક શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે. બાહ્ય શત્રુઓ સાથે યુદ્ધ કરવાવાળા ફરી હારી શકે છે. અને આંતરિક શત્રુઓ સાથે યુદ્ધ કરવાવાળાને હારવાનો ફરી વારો આવતો નથી. એકવાર આંતર શત્રુઓને કાયમી ખાતે જીતી લીધા બાદ. સંસારી વિજેતાને સંસારનાં યશ, કીર્તિ, લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. જ્યારે ત્યાગી વિજેતાને મોક્ષલક્ષ્મી પ્રાપ્ત થાય છે. બાહ્ય શત્રુઓને જીતવામાં બાહ્ય સહાય પુણ્યથી મળે છે. પણ અંતરંગ શત્રુઓ સાથે આત્મા સ્વયં પોતે જ ભાવપૂર્વકની, આજ્ઞાપૂર્વકની ક્રિયાઓ દ્વારા યુદ્ધ ખેલે છે.
નવકાર મહામંત્રમાં વિનયની મુખ્યતા છે તેથી નમો અરિહંતાણ આદિ પદોમાં “નમ:' પદ પ્રથમ આવે છે. અન્ય પ્રકારોમાં નમઃ પછી આવે છે. જેમકે શ્રી ગૌતમાય નમ: સરસ્વત્યે નમઃ સર્વજ્ઞાય નમ: વિનય શિષ્યનો પ્રથમ ગુણ છે. તેના વડે તેનામાં જ્ઞાનપ્રાપ્તિની પાત્રતા આવે છે.
विनयाद् याति पात्रताम् ॥ વિનયથી યોગ્યતા પ્રાપ્ત થાય છે. તે શિષ્યત્વનું લક્ષણ છે)
विणओ सास्णमूलो विणीओ संजओ भवे विणया विप्पमुक्कस्स
कओ धम्मो को तवो ? વિનય શાસનનું મૂળ છે. વિનીત સંયત હોય છે, જે વિનય રહિત છે. તેનામાં ધર્મ ક્યાંથી હોય, તપ ક્યાંથી હોય?
દશવૈકાલિકમાં નિરૂપણ છે કે ધર્મનું મૂળ વિનય છે અને આત્મહિતકર વિનયનું ફળ મોક્ષ છે.
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
જીવન વિકાસનાં વીસ સોપાન સંસાર ભાડૂતી મકાન છે, એક દિવસ તેને છોડવું પડશે કે બદલવું પડશે. મોક્ષ સ્વતંત્ર પોતાનું મકાન છે, તે પ્રાપ્ત કર્યા પછી કોઈ છોડવાનું કહેશે નહિ, ત્યાં રહેવાનો પોતાનો અધિકાર છે.
જેનમાં વિનય છે તેનામાં શ્રદ્ધા છે, અર્થાતુ સમ્યગદર્શન છે, જેનામાં સમ્યગદર્શન છે તેનામાં સમ્યગુજ્ઞાન છે, તેથી તેના વિવેકસહિત હેય ઉપાદેય અને શેયને સમજી શકે છે, ત્યાર પછી સમ્યગુ ચારિત્ર જીવનમાં ક્રમશઃ આવે છે. કે જે મોક્ષ સુધી લઈ જાય છે. જે પ્રકારે પક્ષી બે પાંખો વડે ગગન વિહાર કરે છે તે પ્રકારે જ્ઞાન અને આચરણ વડે જીવ મોક્ષ પ્રત્યે જઈ શકે છે.
જ્ઞાનવિમાચાં મોક્ષ જ્ઞાન અનુસાર ક્રિયા વડે મોક્ષ પ્રાપ્ત થાય છે. માનવ જેવું જ્ઞાન પ્રકાશ છે તો ક્રિયા ગતિ છે, જ્ઞાન જો લંગડો છે, તો ધર્મ અંધ જેવો છે. લંગડો આંધળાના ખભે બેસીને કિનારા સુધી પહોંચે છે. જ્ઞાનસહિત ક્રિયા કરે તો મોક્ષની યાત્રા દૂર નથી.
વૈદિક ઋષિ કહે છે કે “તિ રતિ | ” ચાલતા રહો ચાલતા રહો.”
મહાત્મા બુદ્ધ કહે છે કે માલોચુનો પલ છે પ્રમાદ મૃત્યુનું કારણ છે.
પ્રભુમહાવીર કહે છે. “સમર્થ રોયના ના ” “હે ગૌતમ! એક ક્ષણમાત્રનો પ્રમાદ ન કર.”
સર્વનો ઉપદેશ એક જ છે કે આપણને જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો આપણે ધર્મનું પાલન શીઘ્રતાથી પ્રારંભ કરવું જોઈએ, મોક્ષ પ્રાપ્તિ પછી ધર્મ કરવાની તો જરૂર નહિ. આત્મા સ્વયં ધર્મરૂપ, મોક્ષરૂપ પ્રગટ થશે.
પગમાં કાંટો વાગે ત્યારે આપણે તેને સોય દ્વારા કાઢીએ છીએ, પછી સોયને છોડી દઈએ છીએ. પ્રવચનો, યુક્તિઓ, ઉપદેશ શાસ્ત્ર અધ્યયન, આ સર્વની આવશ્યકતા ત્યાં સુધી રહેવાની કે જ્યાં સુધી મનમાં મોહનું સામ્રાજ્ય હશે, મોહ સમાપ્ત થતાં તે સર્વ સાધન છૂટી જશે.
જ્યારે મોહરૂપી કાદવ મનમાંથી દૂર થશે ત્યારે તું શ્રોતવ્ય અને શ્રુત બંનેથી વિરકિત પામીશ.
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાર્ગ
૧૩૯ મહાત્મા બુદ્ધે પોતાના શિષ્યોને કહ્યું હતું કે : “મારો ધર્મનો ઉપદેશ નૌકા સમાન પાર કરવા માટે છે પકડી રાખવા માટે નથી. નદી પાર કરીને આપણે નૌકા છોડી દઈએ છીએ, તેને માથાપર મૂકી દેતા નથી. તે પ્રકારે મોક્ષનું લક્ષ્ય પ્રાપ્ત થયા પછી આપણને ધર્મના બાહ્ય ક્રિયાકાંડનો ત્યાગ થઈ જાય છે.
જ્યાં સુધી વિષયોની કામના હૈયામાં સારી લાગે છે ત્યાં સુધી સંસાર છે. હૈયામાંથી સંપૂર્ણ કામનાઓથી મુક્તિ એટલે સ્વયં આત્માને મોક્ષની પ્રાપ્તિ આપમેળે ક્રમશઃ ચોકકસ કરાવે છે.
હૃદયમાં રહેલી ઈચ્છાઓનો ગમારૂપ નિવાસ તે “સંસાર” છે અને તેના સંપૂર્ણ નાશ થયાં બાદ સંપૂર્ણ કર્મક્ષયની અવસ્થાને તીર્થકર દેઓએ મોક્ષ કહ્યો છે. વિષય વિરક્તિની જેમ કષાયમુક્તિને પણ મોક્ષ માર્ગ કહ્યો છે.
नश्वेताम्बरत्वे न दगम्बरत्वे न तर्कवादे न च तत्त्ववादे । न पक्षसेवा श्रेयणेन मुक्तिः
कषाय मुक्तिः किल मुक्तिरेव ॥ દિગંબરત્વ, શ્વેતાંબરત્વ, તર્કવાદ, તત્ત્વવાદ અને પક્ષસેવાશ્રય વગેરે દ્વારા પણ પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. કારણ કે તમામ આંતર કષાયોથી મુક્તિ તે સાચી મુકિતનાં સુખનો અનુભવ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર પછી તપનો ક્રમ આવે છે.
તપસ્તોતિ તેગાસિ | તપથી તેજસ્વિતાનો વિસ્તાર થાય છે.
દષ્ટાંત : મોટા મુલ્લાજીને કોઈની સાથે મારામારી કરવાના અપરાધ માટે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. ફરિયાદી એ કહ્યું કે હજૂર ! મુલ્લાએ મને ઘણો માર માર્યો છે, મારો ન્યાય કરો. જજ – મુલ્લાજી, તમે આ મનુષ્યને કેવી રીતે માર માર્યો હતો ? મુલ્લાએ ફરિયાદીની પાસે જઈને પૂરી તાકાતથી તેના ગાલ પર એક તમાચો લગાવી દીધો, અને કહ્યું કે આનાથી ચોથા ભાગનો માર માર્યો હતો તેમ જાણો.
આ પ્રકારે મુલ્લાએ પેલા માણસને ભર બજારમાં જેમ માર્યો હતો તેમ કોર્ટમાં પણ માર્યો. જેથી તે ભવિષ્યમાં આવી ફરિયાદ ન કરે, અને જજ
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
જીવન વિકાસનાં વીસ સોપાન
સાહેબને તેમના પ્રશ્નનો ઉત્તર પણ મળી ગયો, મુલ્લાએ એક પંથ દો કાજ કરી લીધાં. આ પ્રમાણે તપસ્યા દ્વારા જીવ શારીરિક - માનસિક સ્વાસ્થ્ય તો પ્રાપ્ત કરે છે પણ સાથે સાથે કર્મોની નિર્જરા પણ કરે છે. તપસ્યા પ્રસન્નતાપૂર્વક થવી જોઈએ, નહિ તો તેનો કોઈ લાભ નથી, કરેલો શ્રમ વ્યર્થ જાય છે.
મુંબઈમાં ચોપાટી પર ભાગીદારીમાં શરબતની દુકાન શરૂ કરી બંનેએ માલની ખરીદીમાં અર્ધો અર્ધો અર્ધો હિસ્સો રોક્યો હતો. તેમણે નક્કી કર્યું કે શરબતનો એક ગ્લાસ એક રૂપિયામાં વેચીશું અને બંને આઠ આઠ આની લઈ લઈશું. અને તેમાંથી ખર્ચ બાદ કરતાં જે રકમ બચશે તે આવક થશે. બંને બપોર સુધી બેઠા, છતાં એક પણ ગ્રાહક આવ્યો નહિ, મુલ્લાને તરસ લાગી, તેમણે ભાગીદાર પાસે શરબતનો ગ્લાસ માંગ્યો, તેણે જવાબ આપ્યો કે ‘આ તો દુકાન છે ઉધારી ચાલશે નહિ.’’
મુલ્લાના ખિસ્સામાં એક રૂપિયો હતો, તે તેણે ભાગીદારને આપ્યો અને શરબત પીધું. ભાગીદારે આઠ આના (પચાસ પૈસા) મુલ્લાને આપી દીધા. થોડા સમય પછી ભાગીદારને તરસ લાગી, તેણે પણ મુલ્લાજીની જેમ શરબત પીધું. બંનેને પોતાના આઠઆના પાછા મળ્યા. ગ્રાહક તો કોઈ આવ્યું નહિ, પણ બંને એ પ્રમાણે વારંવાર શરબત પીવા લાગ્યા અને આઠ આના બંનેના ખિસ્સામાં ફરતા રહ્યા. સાંજ સુધી શરબત સમાપ્ત થઈ ગયું. બંનેના ખિસામાં રૂપિયો જેમ હતો તેમ રહ્યો. ખર્ચેલી રકમ પાછી મળી નહિ. ઘેર જઈ મુલ્લાએ પત્નીને કહ્યું કે વ્યાપાર તો બપોરથી સાંજ સુધી ચાલ્યો પણ આવક કંઈ થઈ નહિ.
આમ જો તપશ્ચર્યા સમજપૂર્વક અને આત્મ કલ્યાણ માટે કરવામાં આવે તો તેનો ઘણો લાભ મળતો હોય છે.
રાજગુરુ દ્રોણાચાર્યે લોટનો કબૂતર બનાવી વૃક્ષ પર લટકાવી દીધો. પછી પોતાના શિષ્યોની લક્ષ્યવેધ પરીક્ષા લીધી. બાણ છોડતાં પહેલાં દરેક શિષ્યને તેમણે પૂછ્યું કે તમને અહીં શું શું દેખાય છે ? દરેકના ઉત્તરો પરથી નક્કી થયું કે કોઈને ગુરુદેવ, કોઈને અન્યનું શરીર, કોઈને વૃક્ષ, શાખાઓ કે પાંદડાં, કોઈને ફળ ફૂલ કે પક્ષી દેખાતાં હતાં. પરંતુ જ્યારે અર્જુનને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે મને ફક્ત પક્ષીની આખં જ દેખાય છે, દ્રોણાચાર્ય
આ ઉત્તરથી અત્યતં પ્રસન્ન થયા, તેમણે તરત જ અર્જુનને બાણ છોડવાનો આદેશ આપ્યો. અર્જુને સફળતાપૂર્વક લક્ષ્યવેધ કરીને સર્વને પ્રભાવિત કરી દીધા. આ પ્રમાણે સાધકને સંસાર ત્યાગની પોતાની લક્ષ્ય સિદ્ધિ સિવાય કંઈ જ ઉપાદેય ન હોય.
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
મોક્ષમાર્ગ
સ્વામી રામકૃષ્ણને ગંભીર બીમારી હતી. તેઓ ડોકટરની સારવાર લઈ રહ્યા હતા. એક બેરિસ્ટરે તેમને પૂછ્યું કે તમે તમારા યોગબળથી રોગ મુક્ત ન થઈ શકો?
સ્વામી રામકૃષ્ણ : – હું એટલો મૂર્ખ નથી કે ઘી રાખમાં ઢોળી નાંખુ ? વર્ષોની આત્મસાધના આ નશ્વર દેહને ટકાવવા લૂટાવી દઉં ? સર્વ સાધકોએ સમજવું જોઈએ કે સાધના આત્મ કલ્યાણ માટે છે, મોક્ષ પ્રાપ્તિ એ જ લક્ષ્ય હો. શારીરિક સુખને માટે નહિ.
मुक्तिमिच्छसि चेतात, विषयान्विषवत्त्यज ॥ છે તાત! જો તું મુક્તિ ચાહતો હોય તો વિષયોના વિષનો ત્યાગ કર.
विषस्य विषयाणां हि दृश्यते महद्न्तरम् । उपभुक्त विषं हन्ति
विषया स्मरणादपि વિષ અને વિષયોમાં બહુ જ અંતર છે. વિષ ખાવાથી મૃત્યુ નીપજે છે પણ વિષયના સ્મરણ માત્રથી મૃત્યુ થાય છે.
દીવાસળીની સળીમાં જ્યાં સુધી વસ્તુને બાળવાની શક્તિ હોય છે ત્યાં સુધી તેને ડબ્બીમાં રાખવી પડે છે. બાળવાની શક્તિ સમાપ્ત થયા પછી તેને મુક્ત કરવામાં આવે છે; તેવી રીતે મનમાં વિષયાસક્તિ કે રાગની આગ ઉત્પન્ન કરવાની શક્તિ હશે ત્યાં સુધી જીવ સંસારના બંધનમાં બંધાઈને મઝથી જીવશે. રાગની આગ સમાપ્ત થતાં બંધનથી મુક્તિ પ્રારંભ થાય છે.
બે પંડિતો ભાંગ પીને મથુરાથી વૃન્દાવન જવા ચાંદની રાતમાં નાવમાં બેસીને રવાના થયા. સવાર સુધી નાવને હલેસાં મારતા જ રહ્યા છતાં સવાર થતાં જોયું તો મથુરાના ઘાટ પર જ હતા. કારણ કે નાવનું ખીલે બાંધેલું લંગર છોડ્યું જ ન હતું. તે પ્રકારે મિથ્યાત્વરૂપ ગાઢ વિષયોની દોરી છોડ્યા વગર જન્મ જન્માંતરો તપશ્ચર્યા કરે, કષ્ટ સહન કરે તો પણ મુક્તિ પ્રાપ્ત ન થાય, પણ મુકિતનો માર્ગ પણ પ્રાપ્ત ન થાય.
જો રાજમહેલમાં પ્રવેશ કરવો હશે તો પ્રથમ દ્વારપાળને મળીને રજા મેળવવી પડે છે. મુક્તિ માર્ગમાં ચાર દ્વારપાળ બતાવ્યા છે.
मोक्ष द्वारे द्वारपाला - श्चत्त्वारः परिकीर्तिताः । शमो विचारः सन्तोष હતુર્થ સાધુસંક | યોગવાસિષ્ઠ
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૨
જીવન વિકાસનાં વીસ સોપાન
શમ, વિચાર, સંતોષ અને ચોથો સત્સંગ એ મોક્ષદ્વાર ના ચાર દ્વારપાળ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે અરિહંતદેવની જેમ જીવને મુક્ત બનવાની ભાવના રાખે છે, તેઓ અરિહંતના વચનો મુજબ મોક્ષમાર્ગ પામીને મુકિતને પામી શકે છે.
ભાગવતના શ્રવણથી બ્રહ્મજ્ઞાન થાય છે, એમ સાંભળીને કોઈ રાજાએ એક પંડિત પાસે ભાગવત શ્રવણ કર્યું. પરંતુ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું નહિ, તેથી રાજાએ પંડિતને દક્ષિણા આપી નહિ, આથી બંને વચ્ચે ઝઘડો થયો. પંડિત કહે કે રાજાએ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કર્યું નથી, રાજા કહે પંડિતે ભાગવતનું અર્થઘટન બરાબર કર્યું નથી.
યોગાનુયોગ નારદજી ભ્રમણ કરતા કરતા ત્યાં આવી પહોંચ્યા. બંનેની વાત સાંભળી નારદજી તે બંનેને એક બગીચામાં લઈ ગયા ત્યાં બંનેને અલગ અલગ વૃક્ષો સાથે દોરડાથી બાંધી દીધા. પછી આદેશ કર્યો કે તમે બંને એકબીજાના બંધનો છોડી નાંખો.
બંનેએ સાશ્વર્થથી નારદજી સામે જોયું. કારણ કે બંને અન્યોન્ય મુક્ત કરવાને અસમર્થ હતા. નારદજીએ તેમને બોધ આપ્યો કે ‘‘તમે બન્ને જણા સાચા છો છતાં ભાગવાતના વચનોને તમે અનુસરો નહી કે સમજો નહીં તો તમે બ્રહ્મજ્ઞાન કેવી રીતે સમજી શકશો. બ્રહ્મજ્ઞાન વેચવા ખરીદવાની વસ્તુ નથી, તે અતિ પવિત્ર અને અમૂલ્ય છે. જેમ એક બંધાયેલો બીજા ને મુક્ત ક૨વા સમર્થ કયારે બને કે જ્યારે એક મુક્ત હોય ત્યારે જ ને ? તેમ જે સ્વયં રાગદ્વેષથી બદ્ધ છે તે મુકત થવા માટે વૈરાગ્ય પ્રધાન ત્યાગીનાં વચનો અનુસાર વર્તે, શ્રદ્ધા રાખીને મોક્ષમાર્ગને બરાબર સમજીને તો આપમેળે મુકત થઈ શકે, બંધનો આપમેળે ટૂટે કર્મોના બંધન કંઈ દોરડાના બંધન નથી કે ખોલવા પડે, તે તો તૂટે છે. માટે શાસ્ત્રો કેવી રીતે મુક્ત કરે ? આ વાત સમજાવવા માટે મેં તમને બંનેને આ કષ્ટ આપ્યું છે, તો ક્ષમા કરજો''
ત્યાર પછી નારદજીએ બંનેનું બંધન ખોલી નાંખ્યું. આ દૃષ્ટાંતથી એ સમજવાનું છે કે નારદજી રાગદ્વેષથી બદ્ધ હતા, છતાં છુટા હોય તે અથવાં તેનાં વચનો દ્વારા બંધનથી કોઈ પણ મુકત કરી શકે અને નારદજીએ તેથી બંનેને મુક્ત કરી શક્યા.
तिण्णाणं तारयाणं मुत्ताणं मोहेगाणं
સ્વયં તર્યા છે, અન્યને તારે છે, સ્વયં મુક્ત છે અન્યને મુક્ત કરવાવાળા છે એવા વીતરાગદેવનું શરણ ગ્રહણ કરવું. વીતરાગ પ્રભુની વીતરાગતાનો ઉડો અભ્યાસ કરવો. પ્રામાણિક ધર્મશાસ્ત્રોનો અભ્યાસ
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
ત્યાગી વૈરાગી પ્રામાણિક પ્રવકતા, અને ઉપદેશના સાચાં અધિકારી કે જેઓએ પ્રભુ મહાવીરનો સાચો મોક્ષમાર્ગ નિરંતર પ્રવાહિત હજારો વર્ષોથી રાખ્યો છે. તેઓ પાસે અભ્યાસ કરવાની નિરંતર સારી ટેવ પાડવી.
સર્વ પ્રકારના જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાન તથા મોહનો ત્યાગ કરવાથી તથા રાગ-દ્વેષનો ક્ષય કરવાથી એવો મોક્ષ પ્રાપ્ત થાય છે કે જેમાં એકાંત સુખ અર્થાત્ અનંત સુખ છે. દુઃખ તો છે જ નહિ.
આ માર્ગમાં આગળ વધો, અને નિરંતર ઉન્નતિ કરતા રહો, જો મોક્ષ પામવાની પ્રબળ ઇચ્છા હશે તો તે જરૂર મળશે. ફક્ત આત્મા શું ? આત્માના સુખ શું ? આત્માના સુખો આત્માએ કઈ રીતે મેળવવા તેના ઉપાયો શું ? ક્રમશઃ પગથિયા શું ? આની પાકી સમજ મેળવો. એકવાર મોક્ષના સુખનો સાચો કંસેપ્ટ હૈયામાં બેસી ગયો પછી કયાંય ભરમાવાનું નહી આવે અને મોક્ષમાર્ગે ચડવું સહેલું બનશે.
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only