Book Title: Jinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo
Author(s): Jinagam Prakashak Sabha
Publisher: Jinagam Prakashak Sabha
Catalog link: https://jainqq.org/explore/032016/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આજના અને વધારે શ્રી જિનાગમવિસ્તાર. આગમપ્રકાશનને અંગે કેટલાક વિચારો. અને શ્રી જિનાગમપ્રકાશકસભા, અમદાવાદ, Page #2 -------------------------------------------------------------------------- ________________ THE JAINAGAM PUBLISHING SOCIETY. શ્રી જિનાગમ પ્રકાશક સભા. એક વિનંતિ. ૧. શ્રી જૈન ભાગના સર્વ સંપ્રદાયના મુનિ મહારાજે, યતિરાજે, ભંડાર રક્ષકો અને ઉપાશ્રયેના વ્યવસ્થાપક મહાશોને વિનંતિ કરવાની કે, આ સભાએ શ્રી જિનાગમે, મૂળ માગધી પાઠ, તેનું દેશ ભાષામાં ભાષાંતર, ટીકા અને તેનું ભાષાંતર કરાવી બહાર પાડવાની જે ચેજના કરી છે તે ચજનાને અનુસરી, સભાને ઉ દેશ એ છે કે, જેટલી હસ્ત લેખિત પ્રત એકઠી થાય તેટલી એકઠી કરી, તે પરસ્પર મેળવી જેમ બને તેમ શુદ્ધ સશેપિન કરાવવું, કે જેથી તે પવિત્ર શ સ્રાના પ્રણેતા પુરૂષોને શુદ્ધ આશય અખંડ રહી શકે. | ૨, હાલમાં અમાએ પહેલું હાથ ધરેલું આગમ શ્રી ભગવતીજી છે. તેનાં મૂળ સૂત્ર, શ્રી અભયદેવસૂરિ મહારાજની ટીકાની પ્રત અને ગુજરાતી બાળાવધ અને ટખાઓ શ્રી દાનશેખર ઉપાધ્યાયની લઘુવૃત્તિ ચણિ જે મહાશ પાસે હોય તે મહાશયે જે અમને કૃપા કરી પૂરાં પાડવામાં પોતાનું કરંભ્ય સમજશે, તે આ આગમનું સંશોધન અનુપમ થઈ શકશે અને એ રીતે તેઓ આ મહાન કાર્યના એક રીતે ઉત્તેજક બનશે. ૩. વળી, સર્વ સંપ્રદાયોએ પોતાના અર્થે સંબંધીના હકકો જાળવવાની ખાતર પણ પ્રતા પુરી પાડવાની વિનંતિ છે. ૪. જેઓ આખી પ્રતે એકી વખતે આપવા ખુશી ન હોય તેઓ થોડાં થોડાં પાનાઓ મોકલતાં જશે, તેપણુ ચાલશે. સેવક, મ૦ ૨૦ મેહતા. Published by Mr. Mansukhlal Ravjibhai Mehta, Honorary Secretary, The Jainagam Publishing Society, Manskchok --Ahmedabad. and Printed by Sankalchand Harilalat Satya Vijaya P. P. AHMEDABAD. Edition 1st. Copies 3000. 1913. Price Free. Page #3 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમાનાં નામ અને તેનાં પૂર* જૈનધર્મમાં આવાયરૂપ ગણાતાં ૪૫ આગમા છે. તેમનાં નામ, મૂળ લેાક સંખ્યા, તેપર આચાર્યાએ રચેલી બૃહત્તિ, લશ્રુત્તિ, નિર્યુક્તિ, ભાષ્ય વગેરે શ્લોકની સંખ્યા સાથે વાચક વર્ગના લાભાર્થે અત્રે નિવેદન કરવામાં આવે છે. શ્રી સુધમાસ્વામિકૃત અગ્યાર અંગ ૧. આચારાંગ સૂત્ર, અધ્યયન ૨૫. મૂળ લેાક સખ્યા ૨,૫૦૦ તેનાપર શીલાંગાચાર્યે રચેલી ટીકા ૧૨,૦૦૦ શ્લોક, ચૂર્ણિ ૮,૩૦૦ તથા ભદ્રબાહુ સ્વામિએ કરેલી નિયુક્તિ ગાથા ૩૬૮, શ્લાક ૪૫૦ ( તે પર ભાષ્ય કે લધુવ્રુત્તિ નથી. ) સપૂર્ણ બ્લોક, સખ્યા ૨૩,૫૦૦ છે. ૨. જિનાગમવિસ્તાર અને આગમ પ્રકાશનને અગે કેટલાક વિચારે. ૩. ૪. સૂત્રકૃતાંગ સૂત્ર, શ્રુત સ્કન્ધ ૨, અધ્યયન ૨૩, મૂળ ક્લાક સંખ્યા ૨,૧૦૦, તેના પર શીલાંગાચાર્યે રચેલી ટીકા ૧૨,૮૫૦ ક્ષેાક, ચૂણિ ૧૦,૦૦૦, તથા ભદ્રબાહુ સ્વામિએ કરેલી નિયુક્તિ ગાથા ૨૦૮, ક્લાક ૨૫૦ ( ભાષ્ય નથી ) સંપૂર્ણ સ ંખ્યા ૨૫,૨૦૦ છે. સંવત ૧૫૨૩ માં શ્રીહેમવિમલસૂરિએ દીપિકા ટીકા બનાવી છે. પણ તે પૂર્વાચાર્યાંની ગણત્રીમાં નથી. સ્થાનાંગ સૂત્ર. અધ્યયન ( રાણા ) ૧૦, મૂળ શ્લોક સખ્યા ૩,૭૩૦ આ પર સંવત્ ૧૧૨૦ માં અભયદેવસૂરિએ ટીકા બનાવી છે. જેનું માપ ૧૫,૨૫૦ શ્લોકનું છે. સંપૂર્ણ સંખ્યા ૧૯,૦૨૦ છે. સમવાયાંગ સૂત્ર. (૧૦૦ સુધી સમવાય મલે છે ). મૂળ શ્લોક સંખ્યા ૧,૬૬૭, આ પર અભયદેવસૂરિએ ટીકા રચી છે. જેનુ માપ ૩,૭૬ ક્લાક પ્રમાણુ છે. પૂર્વાંચાર્યે રચેલી ચૂર્ણિ−૪૦૦. સંપૂર્ણ સંખ્યા ૫૮૪૩ છે. ભગવતી સૂત્ર, (વિવાહ પન્નતિ ) શતક ૪૧. મૂળ લેાક સંખ્યા ૧૫,૭પર. તે --પર અભયદેવસૂરિએ ટીકા રચી છે, જે દ્રાચાર્યે શેાધી છે. તેનું પ્રમાણ ૧૮,૬૧૬. પૂર્વાચાર્યે રચેલી ચૂણિ-૪૦૦૦. સ’પૂર્ણ સંખ્યા ૩૮,૩૬૮ છે. સંવત્ ૧૫૬૮ માં શ્રીદાનશેખર ઉપાધ્યાયે ૧૨,૦૦૦ શ્લાક સંખ્યાની લઘુત્ત રચી છે. ૬. જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર. અધ્યયન ૧૯. મૂળ શ્લોક સંખ્યા ૫૫. અભયદેવસૂરએ રચેલી ટીકા ૪,૨૫ર શ્લોકની છે. હાલમાં ૧૯ કથા માલૂમ પડે છે. પણ પૂર્વે સાડા ત્રણ કરોડ કથા હતી, એવી પ્રસિદ્ધિ છે. * અત્રે આપેલી હકીકત ‘ અભિધાનરાજેન્દ્ર ' કાષને આધારે લખવામાં આવી છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૭. ઉપાસકદશાંગ સૂત્ર, અધ્યયન ૧૦, મૂળ લોક સંખ્યા ૮૧૨, અભયદેવસૂરિએ રચેલી ટીકા ૯૦૦ શ્લોકની છે. સંપૂર્ણ સંખ્યા ૧,૭૧૨ છે. ૮. અન્તગડ દશાંગ સૂત્ર, અધ્યયન ૯૦. મૂળ શ્લેક સંખ્યા ૯૦૦. અભયદેવસૂરિએ રચેલી ટીકા ૩૦૦ શ્લોકની છે. સંપૂર્ણ સંખ્યા ૧,૨૦૦ છે. અણુત્તરોવવાથદશાંગ સૂત્ર, અધ્યયન ૩૩. મૂળ શ્લોક સંખ્યા ૨૯૨. અભયદેવ સૂરિએ રચેલી ટીકા ૧૦૦ શ્લેકની છે. સંપૂર્ણ સંખ્યા ૩૯૨ છે. ૧૦. અશ્વવ્યાકરણ સૂત્ર ૫ આશ્રદ્ધાર, અને ૫ સંવરધારરૂપ ૧૦ અધ્યયન. મૂળ બ્લેક સંખ્યા ૧,૨૫૦. અભયદેવસૂરિએ રચેલી ટીકા ૪૬ ૦ ૦ શ્લોકની છે, સંપૂર્ણ સંખ્યા ૫,૮૫૦ છે. ૧૧. વિપાક સૂત્ર, અધ્યયન ૨૦, મૂળ લેક સંખ્યા ૧,૨૧૬. અભયદેવસૂરિએ રચેલી ટીકા ૯૦૦ શ્લોકની છે. સંપૂર્ણ સંખ્યા ૨,૧૧૬ છે. સંપૂર્ણ અગ્યાર અંગેની મૂળ સંખ્યા ૩૫,૬પ૯ છે. ટીકા ૭૩,૫૪૪ છે. ચૂર્ણિ ૨૨,૭૦૦ છે. નિર્યુક્તિ ૭૦૦ છે. અને બધું મળીને ૧૩૨૬૦૩ શ્લોક પ્રમાણ છે. આચારાંગ અને સૂત્રકતાંગની ટીકા શ્રીશીલાંગાચાર્યે રચેલી છે, અને બાકીના નવ અંગની ટીકા શ્રી અભયદેવસૂરિએ રચેલી છે; આ કારણથી શ્રી અભયદેવસૂરિને નવાંગવૃત્તિકાર કહેવામાં આવે છે. બાર ઉપાંગના નામ, ટીકા તથા સંખ્યા ૧. ઉવવાદ ઉપાંગ, આચારાંગ સાથે સંબંધ રાખે છે. મૂલ લેક સંખ્યા ૧,૨૦૦, ટીકા રચનારનું નામ અભયદેવસૂરિ. ટીકાનું પ્રમાણ ૩,૧૨૫, સંપૂર્ણ સંખ્યા ૪,૩૨૫. રાય પશેણી ઉપાંગ, સૂત્રકૃતાંગ સાથે સંબંધ રાખે છે. મૂળ લેક સંખ્યા. ૨,૦૭૮. ટીકા રચનારનું નામ મલયગિરિ. ટીકાનું પ્રમાણ ૩,૭૦૦. સંપૂર્ણ સંખ્યા ૫,૭૩૮. વાભિગમ ઉપાંગ, સ્થાનાંગ સાથે સંબંધ રાખે છે. મૂળ લેાક સંખ્યા ૪,૭૦૦, ટીકા રચનાર મલયગિરિ, ટીકાનું પ્રમાણ ૧૪,૦૦૦, લઘુવૃત્તિ ૧૧,૦૦૦, ચૂર્ણિ ૧૫૦૦ સંપૂર્ણ સંખ્યા ૨૧,૭૦૦. પન્નવણું (પ્રજ્ઞાપના) ઉપાંગ. સમવાય સાથે સંબંધ રાખે છે. મૂળ લેક સંખ્યા ૭,૭૮૭ ટીકા, રચનાર મલયગિરિ. ટીકાનું પ્રમાણ ૧૬,૦૦૦. હરિભદ્ર સૂરિકૃત લઘુવૃત્તિ ૩,૭૨૮ છે. સંપૂર્ણ સંખ્યા ૨૭,૫૧પ છે. જમ્બુદ્વીપ પન્નત્તિ ઉપાંગ ભગવતી સાથે સંબંધ રાખે છે. મૂળ શ્લોક સંખ્યા ૪,૧૪૬, ટીકા રચનાર મલયગિરિ, ટીકાનું પ્રમાણ ૧૨,૦૦૦. ચૂર્ણ ૧,૮૬૦. સંપૂર્ણ સંખ્યા ૧૮,૦૦૬ છે. ચન્દ્ર પન્નતિ સૂત્ર. જ્ઞાતા સાથે સંબંધ રાખે છે. મૂળ લેક સંખ્યા. ૨,૨૦૦., ટીકા રચનાર મલયગિરિ, ટીકાનું પ્રમાણ ૯,૪૧૧. લઘુવૃત્તિ ૧,૦૦૦. સંપૂર્ણ સંખ્યા ૧૨,૬૧૧. સૂરપન્નતિ સૂત્ર ઉપાંગ, જ્ઞાતા સાથે સંબંધ રાખે છે. મૂળ સંખ્યા ૨,૨૦૦ ટીકા રચનાર મલયગિરિ. ટીકાનું પ્રમાણ ૯,૦૦૦. ચૂર્ણિ ૧,૦૦૦. સંપૂર્ણ સંખ્યા ૧૨,૨૦૦. છે. ચંદ્ર પ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રાપ્તિ અને જ્ઞાતા સૂત્ર સાથે સંબંધ ધરાવે છે. ૫. Page #5 -------------------------------------------------------------------------- ________________ ૮. કલ્પિકા ઉપાંગ, ઉપાસક દશાંગ સાથે સંબંધ રાખે છે. કાલ, સુકાળ, મહાકાળ, કૃષ્ણ, સુકૃષ્ણ, મહાકૃષ્ણ, વીરકૃષ્ણ, રામકૃષ્ણ, પિતૃસેનકૃષ્ણ, મહાસેનકૃષ્ણ એ નામના દશ અધ્યયન છે. કલ્પાવતસિકા ઉપાંગ. અન્તગડદશાંગ સાથે સંબંધ રાખે છે. પક્વ, મહાપદ્મ, ભદ્ર, સુભદ્ર, પદ્મભદ્ર, પદ્મસેન, પદ્મગુલ્મ, નલિની ગુલ્મ, આનન્દ, અને નન્દન એ નામના ૧૦ અધ્યયન છે. ૧૦. પુષ્પકા ઉપાંગ, અનુત્તરવવાઈ સાથે સબંધ રાખે છે. ચન્દ્ર, સૂર, શુક્ર, બહુ પત્રિકા, પુણ્યભદ્ર મણિભદ્ર, દત્ત, શિવ, વલિ, અનાહત, એ નામના દશ અધ્યયન છે. ૧૧. પુષ્પગુલિકા ઉપાંગ. પ્રશ્ન વ્યાકરણ સાથે સંબંધ રાખે છે. શ્રી, હી, ધૃતિ, કીર્તિ બુદ્ધિ, લક્ષ્મી, ઈલાદેવી, સુરાદેવી, રસદેવી, ગન્ધ દેવી, એ નામના દશ અધ્યયન છે. ૧૨. વહિનદિશા ઉપાંગ, વિપાકસૂત્ર સાથે સંબંધ રાખે છે. નિરુદ્ધ, અત્રિ, દહ, વહ, પગતિ, જુતિ, દશરહ, દઢરહ, મહાધન, સત્તધન, દશધનુ, નામેય, એ નામના ૧૨ અધ્યયન છે. આ પાંચ ઉપાંગેનું ભેગું નામ નિરયાલી છે, અને કલ્પિકાઆદિ પાંચ ઉપાંગોના પર અધ્યયન છે. તેમની સંપૂર્ણ મૂળ ગ્રન્થસંખ્યા ૧,૧૦૯ છે, તેના પર ચન્દ્રસૂરિએ કરેલી વૃત્તિ ૭૦૦ પ્રમાણ છે. સંપૂર્ણ ગ્રન્થ સંખ્યા ૧,૮૦૯ છે. આ રીતે બાર ઉપાંગેની મૂળ સંખ્યા ૨૫,૪૨૦ છે. ટીકા સંખ્યા ૬૭,૯૩૬ લેક પ્રમાણ છે. લધુવૃત્તિ ૬,૮૨૮ છે, ચૂર્ણિ ૩,૩૬૦; સંપૂર્ણ સંખ્યા ૧,૦૩,૫૪૪ છે. દશ પઈન્ના (પ્રકીર્ણક )ની ગાથા વગેરે. ૧ ચઉ શરણુ પન્ના. ૬૩ ગાથા. ૨ આઉર પચ્ચખાણ પન્ના ૮૪ ગાથા. ૩ ભત્તપચ્ચખાણ ૫ઈના. ૧૭૨ ગાથા. ૪ સંથાગ પઇના. ૧૨૨ ગાથા. ૫ તંદુલયાલી ૫ઇન્ના,. ૪૦૦ ગાથા. - ૬ ચન્દ્ર વિજજગ પઈજા. ૩૧૦ ગાથા. ૭ દેવિન્દ થવ પેઈજા. ૨૦૦ ગાથા. ૮ ગણ વિજા પઈના. ૧૦૦ ગાથા. ૯ મહાપચ્ચખાણ પઈના. ૧૩૪ ગાથા. ૧૦ સમાધિ મરણ પન્ના. ૭૨૦ ગાથા. આ દશ પઈજાની સંપૂર્ણ ગાથા સંખ્યા ૨,૩૦૫ અને દરેકમાં દશ અધ્યયન છે. છ છેદ ગ્રન્થના નામ, ગ્રન્થ સંખ્યા વગેરે નિશીથ સુત્ર, ઉદેશ ૨૦, મૂળ શ્લોક સંખ્યા ૮૧૫,લઘુભાષ્ય ૭,૪૦૦, જિનદાસ ગણિમહત્તરે રચેલી ચૂર્ણિ ૨૮,૦૦૦, બૃહદ્ ભાષ્ય ૧૨,૦૦૦, જે ટીકાના નામથી પ્રસિદ્ધ છે. ભદ્રબાહુ સ્વામિએ નિર્યુક્તિની ગાથાઓ બનાવી છે. સંપૂર્ણ પ્રખ્ય સંખ્યા ૪૮,૨૧પ છે. શિલભદ્રસૂરિના શિષ્ય ચન્દ્ર સૂરિએ સંવત ૧,૧૭૪માં વ્યાખ્યા રચી છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ 3. મહાનિશીથસૂત્ર અધ્યયન, ૭, ચૂલિકા ૨. મૂળ લેક સંખ્યા ૪,૫૦૦ એની ત્રણ પ્રકા રની વાચના છે. લધુવાચના-૪,૨૦૦, મધ્ય વાચના-૪,૫૦૦, બૂહવાચના ૧૧,૮૦૦. બહ૯૯૫ સુત્ર–ઉદેશ ૬, મૂલ સંખ્યા ૪૭૩ છે. તે પર ૧૩૩૨માં બહછાલીય શ્રી ક્ષેમકીર્તિસૂરિએ ૪૨,૦૦૦ સંખ્યાની પરિમિત ટીકા રચી છે. જિનદાસગણિ મહત્તરે રચેલું ભાષ્ય ૧૨,૦૦૦, લઘુ ભાષ્ય ૮૦૦, ચૂર્ણિ ૧૪, ૩૨૫ સંપૂર્ણ ગ્રન્થસંખ્યા ૭૬,૭૯૮ છે. વ્યવહારદશા ક૯૫ છેદ સૂત્ર-ઉદેશ ૧, ૨ ખણ, મૂળ લોક સંખ્યા ૬ ૦૦,મલયગિરિએ કરેલી ટીકા ૩૩,૬૨૫, ચૂણિ ૧૦,૩૬૧, ભાગ ૬,૦૦૦ છે, નિર્યુક્તિની સંખ્યા અજ્ઞાત છે. સંપૂર્ણ ગ્રન્થ સંખ્યા ૫૦,૫૮૬ છે. પંચ કપ છેદ સૂત્ર-અધ્યયન ૧૬, મૂળ સંખ્યા ૧,૧ ૩૩, ચૂણિ ૨,૧૩૦; બીજી ટીકાની સંખ્યા ૩,૩૦૦;ભાષ્ય ૩,૧૨૫, સંપૂર્ણ સંખ્યા ૬,૩૮૮, ગાથા સંખ્યા ૨૦૦ છે. દશાશ્રુતસ્કંધ છેદ સૂત્ર-મૂલ સંખ્યા ૧,૮૩૫,અધ્યયન ૧૦, ચૂણિ ૨,૨૪૫,નિર્યુંક્તિ સંખ્યા ૧૬૮, સંપૂર્ણ સંખ્યા ૪,૨૪૮ છે. ટીકાકારનું નામ શ્રી બ્રહ્મ છે. જેનું આઠમું અધ્યયન કલ્પસૂત્ર ૧૨૧૬ છે, જેની ટીકા કલ્પસુખબાધિકા છે. ૭. જીત ક૯૫છેદ સૂત્ર-મૂલ સંખ્યા ૧૦૮, ટીકા ૧૨,૦૦૦, સેનકૃત ચૂણિ ૧,૦૦૦, ભાષ્ય ૩,૧૨૪, સંપૂર્ણ સંખ્યા ૧૬,૨૩૨,ચૂણિની વ્યાખ્યા ૧૧૨૦ છે. એની લઘુવૃત્તિ શ્રી સાધુરને કરેલી ૫,૭૦૦, તિલકાચાર્યે રચેલી વૃત્તિ ૧૫૦૦ છે. સાધુજીતકલ્પવિસ્તાર ૩૭૫, ધર્મસૂરિની વૃત્તિ ૨,૬પ૦, તેના પર પૃથ્વીચન્દ્ર કરેલું ટિપ્પણ ૬૭૦. ભદ્રબાહુ સ્વામિએ કરેલી નિર્યુક્તિગાથા ૧૬ ૮. તેની ટીકા તથા ચૂર્ણિ બહુજ છે પરંતુ તે વિક્રમ સંવત ૧,૨૦૦ પછી છે. ચાર મળ સૂરોની સંખ્યા. ૧. આવશ્યક સુત્ર-મૂળગાથા ૧૨૫, હરિભદ્ર સૂરિએ રચેલી ટીકા ૨૨,૦૦૦. ભદ્રબાહુ સ્વા મિએ કરેલી નિર્યુક્તિ ૩,૧૦૦, ચૂર્ણિ ૧૮,૦૦૦, બીજી આવશ્યક વૃત્તિ (ચતુર્વિશતિ) રર,૦૦૦ છે, તિલકાચાર્ય રચેલી લઇ વૃત્તિ ૧૨,૩૨૧ છે. અંચલ ગચ્છાચાર્યે કરેલી દીપિકા ૧૨,૦૦૦ છે. તેનું ભાગ્ય ૪.૦ ૦ ૦ છે. માલધારી હેમચંદ્રસૂરિએ રચેલું આવએક ટિપ્પણ ૪,૬૦૦. સંપૂર્ણ સંખ્યા ૯૮,૧૪૬ છે. હરિભદ્રસૂરિએ રચેલી નિર્યુંક્તિ ૨૨,૫૦૦ છે. વિશેષાવશ્યક સત્ર-આવશ્યક સૂત્ર મૂલ (સામાયિકાધ્યયન) નું વિશેષ પરિકર છે. મૂલ સંખ્યા ૫,૦૦૦ છે. શ્રી જિનભદગણિક્ષમાશ્રમણે તે કરેલું છે. તેની બૃહવૃત્તિ મેલધાર હેમચંદ્ર સૂરિએ રચેલ બહવૃત્તિ ૧૮,૦૦૦, કટકાચાયે કે દાણાયાર્થે રચેલ લઘુત્તિ ૧૪,૦૦૦. તનુવિદ્યા જૈન સ્થાપનાચાર્ય બૃહત્તિની ટીકા રચી છે. ૧. પાખી ( પાક્ષિક ) સૂત્ર મુલ ૩૬૦. સં. ૧૧૮૦ માં યશે દેવસૂરિએ રચેલી ટીકા ૨,૭૦૦, ચૂર્ણિ ૪૦૦ છે. ૧. યતિ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ ૬૦૦ છે. ૨. દશવૈકાલિક સૂત્ર-સટ્યભવ સૂરિએ રચેલું. મૂળ ૭૦૦, તિલકાચો રચેલી વૃત્તિ ૭,૦૦૦. હરિભદ્ર સૂરિએ રચેલી બીજી વૃત્તિ ૬,૮૧૦.મલયગિરિએ રચેલી વૃત્તિ ૭,૭૦૦. Page #7 -------------------------------------------------------------------------- ________________ ચૂર્ણિ ૭,૫૦૦, લઘુ વૃત્તિ ૩,૭૦૦ છે. નિયુક્તિ ગાથા ૪૫૦ છે. આધુનિક સેમ સુન્દર સૂરિએ રચેલ લઘુ ટીકા ૪,૨૦૦. સમયસુંદર ઉપાધ્યાયે કરેલી લઘુ ટીકા ૨,૬૦૦. પિંડનિર્યુક્તિ-ભદ્રબાહુ સ્વામિએ રચેલ મૂલ સંખ્યા ૭૦ ૦. મલયગિરિએ તેના પર રચેલી ટીકા ૭,૦૦૦. બીજી પ્રતમાં ૬,૬૦૦ છે વિ.સં. ૧,૧૬૦માં વીરગણિએ કરેલી ટીકા ૭,૫૦૦ છે. અને મહામૂરિએ કરેલી લઘુ વૃત્તિ ૪,૦૦૦ છે. સંપૂર્ણ સંખ્યા ૧૯,૨૦૦ છે. ઘનિર્યુક્તિ-ભદ્રબાહુ સ્વામિએ રચેલ મૂલગાથા ૧,૧૭૦ છે. દ્રોણાચાર્યે રચેલી ટીકા ૭,૦૦૦, તેનું ભાષ્ય ૩,૦૦૦ છે. ચૂર્ણિ ૭,૦૦૦, સંપૂર્ણ સંખ્યા ૧૮,૪૫૦ છે, ઉતરાધ્યયન સૂત્ર-અધ્યયન ૩૬ છે. મૂલ સંખ્યા ૨,૦૦૦ છે. વાદિવેતાલ શાન્તિ સૂરિએ રચેલ બેહદુવૃત્તિ ૧૮૦૦૦ બીજી પ્રતમાં ૧૭૬૪પ છે. ૧૨૭૬ માં નેમિચન્દ્ર સૂરિએ કરેલી લઘુવૃત્તિ ૧૩૬૦૦ છે. ભદ્રબાહુ સ્વામિએ કરેલી ગાથા નિર્યુક્તિ ૬૦૭ છે. ચૂર્ણિ ૬૦૦૦ છે. સંપૂર્ણ સંખ્યા ૪૦૩૦૦ બે ચૂલિકા સત્ર. નદીસત્ર-દેવાર્કિંગણિ ક્ષમા શ્રમણે રચેલું. મૂળ સંખ્યા ૭૦૦, તેના પર મલયગિરિએ કરેલી લઘુ વૃત્તિ ૭,૭૩૫ સંવત ૭૩૩ માં રચાયેલી ચૂર્ણિ ૨૦૦૦ છે. હરિભદ્ર સૂરિએ કરેલી લઈ ટીકા ૨૩૧૨ છે. સંપૂર્ણ સંખ્યા ૧૨,૭૪૭ છે. ચન્દ્રસૂરિએ કરેલ ટિપ્પણ ૩,૦૦૦ છે. અનુયોગદ્વારસૂત્ર-ગાથા ૧૬૦૦ મલધારિ હેમચન્દ્રસૂરિએ રચેલવૃતિ ૬,૦૦૦ છે. જિનદાસ ગણિ મહત્તરે રચેલી ચૂર્ણિ ૩,૦૦૦ છે. હરિભદ્ર સૂરિએ રચેલ લઘુવૃત્તિ ૩,૫૦૦ છે. આ રીતે સંપૂર્ણ સંખ્યા ૧૪,૩૦૦ છે. આ રીતે અગીઆર અંગ, બાર ઉપાંગ, દશ પઈના, છ છેદ સૂત્ર, ચાર મૂલસૂત્ર, બે ચૂલિકાસૂત્ર મળી ૪૫ આગમોની સંખ્યા થાય છે.. Page #8 -------------------------------------------------------------------------- ________________ આગમ પ્રકાશનને અંગે કેટલાક વિચારો. શ્રી જૈનાગમ પ્રકાશક સભા તરફથી અમદાવાદનિવાસી ભાઈ પુજાભાઇ હીરાચંદ ની સહાયતાથી પીસ્તાળીશ જૈનાગમ પ્રકટ કરવા સબંધી એક યેાજના તા. ૧ ઑગસ્ટ ૧૯૧૩ ની યાદીથી બહાર પાડવામાં આવી હતી. એ યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે · અમે આ યેાજના હાથ ધરવા અગાઉ, સમાજ તેને કેવેા સત્કાર કરશે તે જાણવા ઇચ્છીએ છીએ સમગ્ર રીતે લેતાં, જૈનપ્રજા તરફથી આ યાજનાનેા સત્કાર, અમને જણાવતાં સ ંતાપ થાય છે કે, બહુ સારા થયા છે, અને તે સારા સત્કારના પરિણામમાં, અમે જણાવવાને શક્તિમાન્ થઇએ છીએ કે, એ યેાજના અમલમાં મૂકવાના નિર્ણયપર અમે આવ્યા છીએ. આ યાજનાને અંગે એકત્ર કરવા યોગ્ય સામગ્રીઓ-સાધના મેળવવા અમે આર ંભ કરીએ છીએ. પ્રભુ કૃપા અને સામાન્ય જૈન પ્રજાની આશિસા વડે, અમે અમારા પ્રયત્નમાં કુત્તેહ મેળવવાની આશા રાખીએ છીએ. અમારી ઉક્ત યાદી પરથી આગમ પ્રકટ કરવા સબંધમાં અમને જાહેરમાં અને ખાનગીમાં અનેક પ્રકારની સુચના મળી છે. આ સૂચનાઓ અને તેના અમારા તરફના ખુલાસાએ અમારી જૈનપ્રજાને વિષે ચોકસ પ્રકારના રસ ઉત્પન્ન કરે તેવાં હાઇ, તથા આ વિષયક લોકમત કેળવાય તેવું હાઈ, અમે જાહેરમાં મૂકવા રા લઇએ છીએઃ નાણાના મેાટા ભડાળની હાલ જરૂર છે ? અમેએ ધારણા રાખી હતી તેના કરતાં વિશેષતાએ અમારી યેાજનાને સત્કાર, સામાન્ય જનપ્રજાએ કર્યો છે, એટલે યાજનાને અમલમાં મૂકવાના ઉત્સાહ, જો કે તેઓને ઘણા આભારી છે, છતાં અમારે જણાવવુ જોઇએ કે, આ ઉત્સાહની વૃદ્ધિ કરનાર વિશાળદષ્ટિ જૈનેતર વિદ્વાના પણ વિશેષ છે. ૧ લી આગસ્ટની યાદી બહાર પડી કે તરતજ જૈનેતર વર્તમાન પત્રા અને જૈનેતર વિદ્યાનેએ ઉક્ત યેાજના પ્રત્યે પસંદગી દર્શાવી. સર ફીરોજશાહ મેહતા આદિ દેશભક્તાના પ્રયત્નપૂર્વક પ્રકટ થતાં અગ્રેજી દૈનિક પુત્ર ધી આમ્બે ફ્રેંનીકલે એક લંબાણુ નોંધ લખી સહાનુભૂતિ સાથે કેટલીક સૂચના કરી. ગુજરાતના જાણીતા વિદ્વાનેાએ પણ તેવીજ રીતે પેાતાનેા પ્રસન્નભાવ દર્શાવ્યા. વર્તમાનપત્રા અને આ વિદ્વાન મહાશયેાએ કરેલી સૂચનાઓને અંગે અમારા ખુલાસે આ સરકયુલરમાં સમગ્ર રીતે આવી જશે, ધી બાએ ફ્રાનીકલ અને મુંબઇની સ્માલ કાઝીસ કાર્ટના નામદાર જજ શ્રીયુત કૃષ્ણુલાલ મેાહનલાલ ઝવેરી. એમ॰ એ એલ એલ॰ ખી॰ એ નાણાના મેાટા ભડાળની આ કાર્યને અંગે જરૂરીઆત બતાવી છે. તા. ૧૪-૮-૧૯૧૩ ના અંકમાં ધી બોમ્બે ğાનીકલ આ પ્રમાણે લખે છેઃ— The Jain community, numbering only about fifteen lakhs of souls, is the wealthiest non-Brahmanical Hindu body with a religion which discards the Vedas Its canonical religious literature is embodied not in Sanskrit but Magadhi.Jain sacred books have been studied in the West but they have not kindled the enthusiasm shown for its inveterate adversaries, the Brahmanical and Bud Page #9 -------------------------------------------------------------------------- ________________ dhist holy writs. In this Presidency Jain studies have attracted Bhandarkar, Buhler and Peterson. On the Continent Hermann Jacobi and Leumann and Gerni are its well-known exegete 8. Leumann and Hoernle's participation in the interpretation of Jain philosophy and much of Jacobi's work, as well as a systematic research into other aspects of Jain teachings by Weber, are accessible in English. It is not, however, the gle szes fut upon their scriptural tenets by Western scholars which alone satisfy the rising Jain generation. And we note with pleasure the endeavour made in Ahmedabad to found a Jaln Text Society for the publication of original Magadhitexts with Sanskrit commentaries and Gujarati fuper.commentaries. The project comprises the printing of the forty-five canonical books of the Shvetapibara sect and is estimated to cost two lakhs of rupees and cover a period of twenty five years. The first attempt in a similar direction was made in Bengal in 1880 by Rai Dhan pat Singh Bahadur, who consecrated a lakh of rupees to the publication of Jain religious literature. Jainism baving its n ost brilliant followers in Gujarat, the Gujarati language bas acquired a semi-hieratic churacter with the Jaite. Dhan pat Singh's edition was furnished with Gujarati commentary. To Gujarati Jains the editiou fails to supply their want. The Bengali type of Sanskrit characters is fatiguing to the eye, and the scholia represent very old Guj rati which needs elucidation. Hence the enterprise of the Jainagama Publishing Society of Ahmedabad. The First volume The first volume to be taken in hand for publication is the Bhagavati Sutra which is estimated to cover five thousand pages and will be priced at Rp. 45. Doubtless the editors will take advantage of Weber's translation of some sections of the enormous work, but we would ask the Society to make (viry possible effort to enlist the co-operation of the living representative of the indegenous tradition and to subordinate Western interpretaion to the construction suggested by Jain Munis. We note that the Society expresses its readiness warmly to welcome the preferred assistance of these traditional repositories of Jain learning. It should not, however, be overlooked that the latter will hardly come forward of their own accord at this general invitatiou. The Society would do well to seek out ascetics and laymen of noted erudition. And we would venture to suggest that they should model their procedure in the Pali Texts Society of London and to avoid the pitfall of the latter. Some money and ehthusiasm sustained for near thirty years have conferred enduring obligation on the world interested in Buddhism. The Ahmedabad Society has before it an opportuuity of like magnitude. We should be sorry to see cold water thrown on the scheme judged from its financial policy. Much as the series of works contemplated to be puller hed will be respected, they will, like all publications of its clars, be more admired than read and Page #10 -------------------------------------------------------------------------- ________________ more read than purchased. We have therefore some misgivings as to the suc cess of the "business-like scheme" on which the works are to see the light of day. Hundreds of Jains can individually defray the estimated two lakhs, if only they can be brought to appreciate the laudable aims of the undeataking. Literary enterprise which has little commercial value can scarcely succeed without the potronage of an enlightened possensor of riches. આ ચે∞ લેખનું ભાષાંતર નીચે પ્રમાણે છે: જૈન પબ્લીશીંગ સેાસાયટી જૈતકામ જેની સખ્યા પર લાખ મનુધ્ધાની છે, તે બ્રાહ્રાણુ ધર્મને નહિ પાળનાર હિંદુ વર્ગમાં સાથી વધારે ધનવાન છે અને તેબો વૈદનો અનાદર કરનાર ધર્મને પાળે છે. તેનુ આપ વાયરૂપ ગણાતું સાહિત્ય સ`સ્કૃતમાં નહિ પણ માગધી ભાષામાં લખાયલુ છે. જૈનોના પવિત્ર સન્યાનો પશ્ચિમમાં અભ્યાસ થાય છે. પણ તેના વિરોધી બ્રાહ્મણ અને બુદ્ધના પવિત્ર ગ્રન્થાના જેટલા તેના સંબંધમાં કસાહ નકૃત થયા નથી. આ ઇલાકામાં ભાંડારકર, બુદ્ધુર અને પીટસનનું જૈન ધર્મના અભ્યાસ તરફ ધ્યાન ખેંચાયું હતુ... અને યુરેપમાં હર્મેનજેકાખી, હ્યુમન અને ગેરની તેના પ્રખ્યાત અભ્યાસા છે. જે તત્ત્વજ્ઞાન સમકયાને હ્યુમન અને હોર્નલે લીધેલા ભાગ, અને જેબીનું પણ. ખરૂ કામ અને જૈનશિક્ષણની કેટલીક બાનુઓના સંબધમાં વેબરે કરેલા નિયમિત અભ્યાસ- સર્વ ઇમેઝ ભાષામાં મળી આવે છે. પણ પશ્ચિમના વિદ્વાનોએ આ પષિત્ર મળ્યે પર નાખેલી કોરાનીજ હાલની નથી. જૈન પ્રશ્નને સાષ આપી શકે નિહ. માટે માગધી મુળ, સંસ્કૃત ટીકા અને તેના ઉપરની ગુજરાતી ટીકા પ્રસિદ્ધ કરવાને જનાગમ સાસાયટી સ્થાપા જે પ્રયાસ અમદાવાદમાં ચાલે છે. તેની નોંધ લેતાં અમને અતિશય ખુશી ઉપરે . શ્વેતાંમ્બર વર્ગના ૪૫ આગમાં છાપવાની આ ચેાજના છે અને તેનુ ખર્ચ આસરે બે લાખ રૂપીઆ થશે અને તેને ૬૫ વર્ષ લાગરી, આ દિશામાં પ્રથમ પ્રયાસ ૧૮૮૦ માં બગાલમાં આપેલા રાયધનપતસિહ બહાદુર કર્યા હતા અને જેણે આગ્રા પ્રસિદ્ધ કરવાના કામમાં લાખ રૂપીઆ અર્પણ કર્યા હતા. જૈનધર્મના મુખ્ય અનુયાયીઓ ગુજરાતમાં રાયાથી, ગુરાતી ભાષા પણ જેના ની સાથે શ પરંપરાની થઈ પડી લાગે છે. ધનપતિ કે પ્ર િડેલી આવૃત્તિમાં ગુજરાતી ટીકા હતી. પણ ગુજરાતના જેનેની જરૂરીઆત તેથી પુરી પડતી નથી. 'સ્કૃત અક્ષરોના બ’ગળી ટાઇપો આંખને થાક ઉપર્જાવે તેવા હાય છે અને તે આવૃત્તિમાં જે જીનું ગુજરાતી છે તેમાં બહુજ ખુલાસાની જરૂર છે; આ કારણથી અમદાવાદની જૈનાગમ પબ્લીશીંગ સોસાયટીનો આ પ્રયાસ છે. તેનુ' પહેલું પુસ્તક. પ્રસિદ્ધ કરવાને હાથમાં ધરવામાં આવનાર પ્રથમ પુસ્તક ભગવતી સૂત્ર અને તેના આ શરે પાંચ હાર પાનાં થરો અને જેની કિંમત ૩, ૪૫ થશે. તેના પ્રસિદ્ધ ધૃતાએ આ મેટા ગ્રન્થના કેટલાક ભાગના વેબરે કરેલા ભાષાંતરનો અવશ્ય લાભ લેશે; પણ આપણે તે સોસાયટીને ભલામણુ કરીશુ કે તે ખાખતની મૂળ હકીકતા ણનારા હયાત પ્રતિનિધિઓની સહાય મેળવવાને બનતા પ્રયાસ કરી અને જૈન મુનિ છે અથું જણાવે તે અમેં આગળ પાશ્ચાત્ય વિદ્વાનોના મતને અત્તર્ગત કરશે આપણને જણાય છે કે આ સંસ્થા જૈન સાહિત્યની પરંપરાની વાતા જાણનારા જે મદદ આપી તો સ્વીકારવાને પેાતાની ખુશી બર્ડર કરે છે, પણ આશા નહેર આમંત્રણથી તેવા પુરુષા પાતાની મેળે ભાગ્યેજ મ્હાર આવરી એ વાત તરફ દુર્લક્ષ કરવા જેવું નથી, તે આ સંસ્થા જ્ઞાનને વાસ્તે પ્રસિદ્ધિ પામેલા સાધુ હું અને માવાને શોધી કાઢશે તો તે ઠીક થશે. અને અમે શલામણ કરવાની હિંમત ધરીશું કે આ સસ્પા લડનની પાલી પુસ્તક પ્રસિદ્ધ કરનારી સ્થાના ધાણે કામ કરશે અને તે સસ્થાને નડેલી મુસીબતોથી દૂર રહેશે. કેટલાક પૈસાથી ત્રીસ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૯ વર્ષ સુધી કાયમ રાખેલા ઉત્સાહથી બુદ્ધ ધર્મના સંબંધમાં હિત ધરાવનાર આલમ ઉપર તે સસ્થાએ ચિરસ્થાયી ઉપકાર કર્યેા છે. અમદાવાદની આ સસ્થા સંમુખ પણ તેવાજ પ્રકારની ઊમદા તક છે. તેની નાણા વિષયક પદ્ધતિ જોતાં તેને નિરૂત્સાહી કરવાને પ્રયત્ન કરવામાં આવે તા અમે ધણા દિલગીર થઇશુ. આ રીતે પ્રસિદ્ધ કરવા ધારેલા પુસ્તકોની શ્રેણીને ો કે માન તેા ધણુંએ મળરો, છતાં તેવી જાતનાં પ્રસિદ્ધ થયેલાં બધાં પુસ્તકાની માફક વહેંચાવા કરતાં વધારે વખણાશે અને ખરીદાયા કરતાં વધારે વંચાશે. જે વ્યાપારી પદ્ધતિ ' પર આ પુસ્તકા પ્રક્ટ થવાના છે, તેના વિચાર કરતાં તેની ફતેહના સંબંધમાં કેટલીક શ`કા અમને ઉદ્ભવે છે. સેકડા જૈન એવા છે કે એકાદ વ્યક્તિ આ ધારેલું. બે લાખનું ખર્ચ જાતે આપી શકે, ફક્ત તેમને આ પ્રયાસના પ્રશસ્ય હેતુ સમનવવા જોઇએ છે. સાહિત્ય વિષયક પ્રયાસ કે જેમાં જ્યા પારની રીતે કાંઈ .ંમત નથી, તે વિદ્યા રસિક ધનવાનની ઉદાર સહાય વિતા ભાગ્યેજ ફળીભૂત થઈ શકે. ( ધી Ăામ્બ ğાનીકલ, ૧૪-૮-૧૯૧૩ ). નામદાર જ સાહેબ કૃષ્ણલાલભાઇ લખે છે કેઃ~~~ મુંબાઈ. તા. ૧૯-૮-૧૩, સ્નેહીભાઈ મનસુખલાલ, જિનાગમ પ્રકાશની ખબર તમારો કાગળ આવતાં પહેલાં પણ ન્યુસપેપરમાં વાંચી હતી. પ્રયાસ બહુ સ્તુત્ય છે. નાણાની મેાટી રકમની જરૂર એ પ્રયાસની ફતેહ માટે અનિવાર્યું છે. પર`તુ જૈન કામ ધનાઢ્ય છે, ને એ શુભ કામને સહાય કરવા તથા પાર પાડવા કોઇ પણ સભાગ્ય માસ મળી આવશે. તમારી તથા પુન્તભાઈની સાત્વિક વૃત્તિને જરૂર પરમેશ્વર મદદ આપશે. લી. કૃષ્ણલાલની સલામ. આ સંબધમાં થોડે ખુલાસા અત્ર કરીએ છીએ: અમે માનીએ છીએ કે, ધી Ăાએ ફ્રાનીકલની અને શ્રીયુત કૃષ્ણલાલભાઇની સૂચના મને અંગત હાય તેના કરતાં સામાન્ય જૈન પ્રજાને ખાસ સમાધીને કરી જણાય છે. આવી પ્રખર યાજના પાર ઉતારવા જૈનપ્રા નાણા વિષયક સહાયક થવા પ્રેરાય તે હેતુએ તેઓએ સુચન કર્યું સભવે છે. "" આ સૂચના કરનાર પુરૂષોને અંતઃકરણથી ઉપકાર માની અમે તેને માટે અમારે જે કહેવુ છે તે કહીએ. એ વાત કેવળ સત્ય છે કે, નાણુ ના મેાટા ભડેાળથી ઓછા વખતમાં આ યાજના પાર પાડી શકાય, પરંતુ જરા ધીમાશથી કામ થાય તેટલા પુરતી નુ*સાની સહન કરીને, અમે એવુ બતાવવા ઉમેદ રાખીએ છીએ કે, થેાડા ભડાળ છતાં, યેાગ્ય વ્યવસ્થાથી સારૂં કામ થઇ શકે છે. આ કારણથી અમે મેટા ભૐાળની અપેક્ષા અત્યારે રાખતા નથી. જો સમાજના પૂર્ણ સતાષને પાત્ર કામ થશે તે નાણા વિષયક અગવડ પડશેજ નહીં. એક વિદ્વાન મુનિ મહાશયના શબ્દોમાં કહીએ, તેા “ પૈસાથી કાર્ય નથી, પરંતુ કાર્યથી પૈસા છે. અમેા અત્યારે જે ઉત્સાહ ધરાવીએ છીએ તે પ્રભુ કૃપાએ અખંડ રહે, તે અમને ખાત્રી છે કે, આ કામ એવા પ્રકારનું થશે કે, જેથી અમારે પૈસા માટે ભીક્ષા માંગવા જવું નહીં પડે, પરંતુ જૈનપ્રા પોતાની જરૂરીઆત (nescessity) હાંસ અને પ્રીતિ એ ત્રણ કારણેાથી અમેને દ્રવ્ય આપવા આવવાની કૃપા કરશે. કાર્ય થય પહેલાં કાર્ય સારૂંજ કરીશું એ પ્રકારનું કથન, કાંક અસભ્ય લાગતુ હોઈ, આટલા ખુલાસા પણ વધારે પડતા અમેાને લાગે છે. ટુંકમાં અમે એટલુંજ કહેવા ઇચ્છીએ છીએ કે, ભાઈ પુજાભાઇ હીરાચંદ ` વાળી રકમ અમારા હાલનાકામને માટે પુરતી છે, Page #12 -------------------------------------------------------------------------- ________________ મુનિ મહારાજાને સર્વથી વિશેષ લાભ, અમારી આગમ પ્રકાશનની યોજનાથી સર્વથી વિશેષ લાભ કોને થવા યોગ્ય છે કે જેથી અમે આ પ્રવૃત્તિમાં ઉતરવા માગીએ છીએ, એવું અમને ઘણું સ્થળોએથી પૂછાયું છે. આના ઉત્તરમાં અમે એમ જણાવવા રજા લઈએ છીએ કે, આગમ શુદ્ધપણે મૂળ માગધી પાઠ અને સંસ્કૃત ટીકા તથા તે બંનેના ભાષાંતરો સહિત બહાર પડે, સર્વથી વિશેષ લાભ મુનિ મહારાજને મળવા યોગ્ય છે. જે મુનિ મહારાજનાં માગધી અને સંસ્કૃત એવાં હોય કે જેને ભાષાન્તરની જરૂર ન હોય તેઓને, અમે કહેવા રજા લઈએ છીએ કે, એ પ્રકારે લાભ મળશે કે, અનેક પ્રતાની મેળવણી કરી, જ્યાં જ્યાં પાઠાન્તરો હોય ત્યાં ત્યાં તે દાખલ કરી અમે પ્રકટ કરવા માગતા હોવાથી તેઓને અનેક પ્રતાનો લાભ મળવા ઉપરાંત, શુદ્ધ કરેલી–સંશોધિત કરેલી પ્રત તેઓ મેળવી શકશે. એટલું તો સર્વ કેાઈએ કબૂલ કરવું જોઇએ કે, લહીઆઓને હાથે લખાએલી પ્રત કરતાં, માગધી-સંસ્કૃતના જાણનાર વિદ્વાનોને હાથે શોધાયેલી પ્રતિ વધારે શુદ્ધ હેવીજ ઘટે. જે મુનિરાજે માગધી અને સંસ્કૃતથી બહુ પરિચિત નથી, અથવા ઓછા પરિચિત છે તેઓને ભાષાન્તરે દેશ ભાષામાં-ગુજરાતીમાં થવાથી સમજવા સહેલા થઈ પડશે, અને તેથી તેઓ પોતે લાભ લઈ વ્યાખ્યાનાદિ દ્વારા સમુદાયને પણ લાભ આપી શકશે. અહીં એવી દલીલ કરવામાં આવે કે, દેશભાષામાં ભાષાન્તર થવાથી ગ્રામ્ય મુનિને ભેદ નહીં રહેતાં, ગમે તે મુનિ વાંચતાં વિચારતાં થશે, અને પરિણામે તેઓના હાથમાં જોઈએ તે કરતાં વધારે બળવાળું હાર આપવા જેવું થશે. અમોને આનંદ થાય છે કે, આવી દલીલ કરનારાઓને નિરૂત્તર કરવાને માટે અમારા પૂર્વના પૂજય આચાર્ય મહારાજેએ અમને સાધન આપવાની કપા કરી છે. આ વાત નવીન કહેવાની નથી કે, મૂળ માગધી પાઠના ગુજરાતી ભાષાંતર રબારૂપે પૂર્વના આચાર્ય મહારાજેએ કરેલ છે. પૂર્વના આચાર્ય મહારાજેએ ગુજરાતીમાં ટબા કાને અર્થ લખ્યા છે એવું જે ઉપયુક્ત માનીનતા ધરાવનારાઓને પૂછવામાં આવે, તે અમારી સાદી સમજણ પ્રમાણે તેઓની પાસે કાંઈ પણ ઉત્તર આપવાનું સાધન છે જ નહીં. શ્રી આચારાંગસુત્રના ગુજરાતી ટબાકાર પુરૂષ પ્રકાશે છે કે શ્રી આચારાંગનો ભાવ રબા ( ગુજરાતી ) માત્ર લોકના ઉપકાર ભણી લખીએ છીએ.” આજ ભાવમાં સર્વ પ્રકાર પુરૂષોએ પ્રકાશવા કૃપા કરી છે. અમે પૂછવાની આજ્ઞા લઈએ છીએ કે, અત્યારે જેઓ એવી દલીલ કરે છે કે, ગુજરાતી કે બીજી દેશભાષામાં ભાષાન્તરો થાય, તે ગ્યતા અયોગ્યતા જોયા વિના ગમે તે મુનિ કે સાધુ, વાંચવાનું કરતાં ખરો આશય સમજી ન શકવારૂપ નુકશાન થાય તે દલીલ પૂર્વના આચાર્ય મહારાજે–કે જેઓએ શ્રીઆચારાંગ, શ્રીસૂત્રકૃતાંગ, શ્રી ભગવતીજી, શ્રીપણું આદિ અનેક અંગ ઉપાંગોના ગુજરાતી ટરબાઓ લખ્યાં છે તેને શું ધ્યાનસ્મ નહીં હોય? અમે માનીએ છીએ કે, પૂર્વ પુરૂષના આ દિશામાં પ્રયત્ન પછી, આવી દલીલ કરનારાઓ માત્ર પોતાના એક પૂર્વબદ્ધ ખ્યાલ-વાસિત વિચાર (prejudice) અને મનના ખ્યાલ (Sentiment) થી દોરાઈને જ આવી દલીલ કરે છે. પૂર્વના મહપુરૂષો કરતાં તેઓની વિચારણા કાણુ સંગીન ગણશે ? Page #13 -------------------------------------------------------------------------- ________________ આપણું જેનિયામાંજ, આવા પ્રકારનો પિકાર ઉઠાવનાર છે એમ કાંઈ નથી. દરેક ધર્મના સાહિત્યનો ઈતિહાસ જોતાં જણાય છે કે, દરેક ધર્મમાં જ્યારે જ્યારે દેશભાષામાં તેઓના સિદ્ધાંતિક શાસ્ત્રો પલટાયાં ત્યારે ત્યારે પિકાર થયો છે. આપણું દેશમાં વેદ વેદાન્ત સાંખ્યાદિ સર્વ ધર્મોના તેમજ બેંદ્ધિધર્મના આવી માનીનતા ધરાવનાર મનુષ્યોએ આજ રીતે પિતાની નબળાઈ બતાવી છે. ખ્રીસ્તી લોકોના બાઈબલના દેશભાષામાં ભાષાંતરો થયા ત્યારે પણ આવી જ રીતે પિકાર ઉઠાયો હતો. મુસલમાનોના કુરાનનું ભાષાંતર થયું ત્યારે પણ આ પ્રમાણે જ થયું હતું. જરાસ્તના ધર્મ પુસ્તક માટે આમજ બન્યું હતું; અને એ જ રીતે બધા ધર્મોના દાખલાઓ બન્યા છે. એટલે આપણે જેનિયાએ તેથી કાંઈ વધારે આશ્ચર્યમાં પડવા જેવું કે વિચારવાનું નથી રહેતું. તે ગમે તેમ છે, પરંતુ અમારા આવી દલીલ કરનાર જન ભાઈઓને તો નિરૂત્તર કરવા માટે અમારા કલ્યાણના કરનારા પૂર્વના આચાર્ય મહારાજોએ ગુજરાતીમાં ટમ્બઓ ભરવાની જે કૃપા કરી છે તે જ અમારે ચીંધી દેવા બસ થશે, એમ અમે જરૂર જાણીએ છીએ. ભલે, જેઓ આવી માનીનતા ધરાવનારા મનુષ્યો છે તેઓ અમારા આ પ્રયત્નથી કચવાય, પરંતુ અમને ખાત્રી છે કે, માગધી અને સંસ્કૃતથી અપરિચિત સાધુ મુનિમહારાજે તો અમને છૂપા આશીર્વાદ ( શા માટે જાહેર આર્શીર્વાદે નહીં ? તેઓ તેવી રીતે જાહેર આર્શીવાદ આપવાના સંજોગોમાં બહુધા નથી) આપ્યા વિના નહીં રહે. અમો માનીએ છીએ તે પ્રમાણે, જેઓ ગુજરાતી ટમ્બાકાર પુરૂષની ટબ્બા કરવાની પ્રવૃત્તિથી દેશભાષામાં ભાષાંતરે કરવાની પ્રવૃત્તિ માટે બોલી શકે તેમ નથી તેઓ એક બીજી દલીલ કરશે કે, “ પૂર્વના આચાર્ય મહારાજેએ ગુજરાતીમાં સૂત્રના તબ્બાઓ કર્યા છે તે માત્ર મૂળ માગધી પાઠના છે, કાંઈ સમર્થ સંસ્કૃત ટીકાઓનાં ભાષાંતરો કર્યા છે ?” આવી દલીલ કરનારાઓને અને જેઓ આ વિષયમાં ઉંડા ઉતર્યા નથી તેઓને આપવાનો અમારી પાસે ખુલાસે છે: દેશભાષામાં સૂત્રના ભાષાંતર થાય જ નહીં એ વાત તે જાણે ટમ્બાકારની પ્રવૃત્તિ પછી ઉડી જાય છે, એટલે એક નિયમ તે થયો કે, દેશભાથામાં આગમના ભાષાંતરો થઈ શકે. તેમ થવામાં પૂર્વના જ્ઞાની પુરૂષોએ લેકનો ઉપકાર માન્યો છે. હવે ટીકાઓનાં ભાષાંતર કરવાના સંબંધમાં અમારું કહેવું કહીએઃ સર્વ આગમ અંગ, ઉપાંગો ઉપર ટીકા કરનારા મહપુરૂષોએ ટીકાની રચના કરતાં ટીકા રચવાને હેતુ એ જણાવ્યો છે કે, ભગવાનની ગૂઢવાણી, ટીકા કરવાથી જીવોને સરળરૂપે સમજાય તેથી અમે ટીકા કરવાની પ્રવૃત્તિ કરીએ છીએ. આ શ્રી જિનાગમ પ્રકાશક સભા તરફથી, પ્રથમ તૈયાર કરવા ધારેલ શ્રી ભગવતી સૂત્રના ટીકાકાર પુરૂષ ટીકાની રચના કરવાને પિતાનો હેતુ જણાવતાં આવા ભાવમાં પ્રકટે છે કે “ આ ગ્રંથ ( સૂત્રોનું કોઈ પણ જાતની કઠિનતા વિના જ્ઞાન થઈ શકે તેટલા માટે પૂર્વ મુનિરૂપી શિપિકાએ વૃત્તિ, ચર્ણિ, અને નાડિકા નામની ટીકાઓ લખી છે. યદ્યપિ તે ઘણાજ ઉત્કૃષ્ટ જ્ઞાનવાળી છે, પરંતુ તે સંક્ષિપ્ત હોવાના કારણે, તે મહાન જ્ઞાની પુરૂષને જ વાંછિત વસ્તુ સાધનની સમર્થક છે.” અર્થત આ ટીકાકાર પુરૂષને ઉદ્દેશ કઠિન જ્ઞાનને સરળતા પૂર્વક સમજાય તેવો કરવાનો છે, જે વસ્તુ-આ સ્થળે ટીકાઓ-મૂળને સરળ કરવા માંગે, તે વસ્તુ સ્વતઃ સરળતાદર્શક અથવા સરળ કહેવી જ જોઈએ; અને જો એમ કહેવું જ જોઈએ, તે આપણે એવી દલીલ સંગી Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નતા પૂર્વક કરી શકીએ કે, કઠિન ( આ જગાએ મૂળ માગધી પા। ) સૂત્રેાના ગુજરાતીમાં ટખ્ખા કરવાની છુટ હોય તે। પછી કર્જન સુત્રાને સરળ કરવાના હેતુથી લખાયેલી ટીકાઓને ગુજરાતી કે બીજી દેશભાષામાં ઉતારવાની ક્રમ મના હૈાય ? આ રીતે, ઉપર મુજબની એ દલીલેામાં નિરૂત્તર થયા બાદ એક દલીલ એવી આવવાનેા સંભવ છે કે, કયાં મૂળ ટમ્બાકાર પૂર્વ પુરૂષાની શક્તિ અને કયાં આ સભાના અનુવાદકા-ભાષાંતરકારેાની શક્તિ ? તેઓની આ દલીલના વિસ્તારથી ઉત્તર ભાષાન્તરની શુદ્ધિ સંબંધમાં લખેલ પ્રસંગમાં હવે પછી જોવામાં આવશે. અહીં પણ કાંઇક કહેવાની જરૂર છે. અમારે ન્યાયમુદ્ધિપૂર્વક ચાલવું ોઇએ અને તેથી તે બુદ્ધિથી સ્વીકારી લઇએ છીએ કે, પૂર્વના ટબ્બાકાર પુરૂષા અને અમારા સભાના અનુવાદકા વચ્ચે ઘણાજ માટે અંતર માનવામાં અમારી સમ્મતિ છે. આમ છતાં અમારા અનુવાદકાને માટે માળાવખેાધ રૂપ ગુજરાતી રખ્ખા લખનારા પૂર્વના સત્પુરૂષાએ, એવેા સરળ માર્ગ કરી દીધા છે કે તેની સહાયતાથી અમારા અનુવાદકાના મૂળ માગધી ગાથાએાના ભાષાંતરામાં ભલા થવાના બહુજ એ અવકાશ રહેશે. મૂલ માગધી ગાથાઓના બાળાવમેધ રૂપે ગુજરાતી ટખ્ખાએ ખરી રીતે કહીએ તેા ગુજરાતી ભાષાંતરેાજ છે. ગુજરાતી ટમ્બ્લરૂપી ભાષાંતરા જૂની ગુજરાતી -પંદરમાંથી સતરમાં-અઢારમાં સૈકાની-ભાષામાં થયેલા છે. એટલે અમારા અનુવાદકાને માત્ર જૂની ગુજરાતીને અત્યારની પ્રચલિત-સંસ્કારી ગુજરાતી ભાષાને માત્ર આકારજ આપવાના છે. જેમ કરવામાં ભૂલેા થવાના ઘણાજ એછે. અવકાશ રહે એમ બળવાન્ ભાષા શાસ્ત્રીએએ પણ કબૂલ કરવુંજ જોઇએ. હવે સંસ્કૃત ટીકાના ભાષાંતરા સબંધમાં કહીએઃ અમેએ એવેા નિશ્ચય કર્યાં છે કે, માણસ જાતની જેટલી શક્તિ કામે લગાડાય તેટલી લગાડીને શુદ્ધ ભાષાંતરેાજ કરાવવાં. ભાષાંતરાની શુદ્ધિના સબંધમાં બીજી ગોઠવણાની સાથે અમે એક એવી ગેાઢવણુ કરવા ધારી છે કે, અકેક સૂત્રનું ભાષાંતર છે જૂદા જૂદા ભાષાંતરકારો પાસે સ્વતંત્ર કરાવવું. દાખલા તરીકેજ, શ્રી ભગવતી મુત્રનું ભાષાંતર બે જુદા જુદા માણસા સ્વતંત્ર રીતે કરે. બન્નેના સ્વતંત્ર રીતે થયેલાં ભાષાન્તરાની પછી મેળવણી (comparision) કરવી. જે પ્રસ ંગેામાં બન્ને ભાષાન્તરકારા જૂદા પડયા હોય તે પ્રસગાના નિર્ણય ત્રીન પુરૂષ પાસે કરાવવેા; અને તે ઉપરાંત પાછા આગમજ્ઞાનથી પરિચિત પુરૂષાની એક તપાસનારી મંડળી ( Revision committee)ની પાસે તપાસવવ. જેમ એક ગણિતના હિસાબ એ જૂદા જૂદા માણસાને સ્વતંત્ર રીતે કરવા માટે સોંપવામાં આવે; અને તે બન્નેના જવાબ સરખા મળી રહે, તે તે ખરા જવાબ તરીકે સ્વીકારી લેવામાં કાંઈ ખેતું ન ગણાય, તેમ અમારા ભાપાંતરા સબંધમાં થશે. જ્યાં બન્ને ભાષાંતરકારા જુદા પડતા હશે ત્યાં ત્રીજા વિદ્વાન પાસે ખુલાસા લઇ પાછા આગમના અભ્યાસીઓને બતાવવામાં આવશે. આવી રીતે બે જૂદા જૂદા અનુવાદકે દ્વારા સ્વતંત્ર રીતે બે ભાષાંતરા કરાવતાં અમેને બમણી શક્તિ અને બમણા દ્રવ્ય આદિના વ્યય કરવા પડશે, છતાં તેવી ગોઠવણામાંથી અમે એટલા માટે અમારા ભાષાંતરે પસાર કરાવવા માગીએ છીએ કે, અમારાં ભાષાંતરે નમુનરૂપ (nodel) થઇ શકે. આ પ્રકારની ગોઠવણુપૂર્વક કામ લીધા પછી ભુલો થવાનો આછાજ અવકાશ ગણાય. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૩ તેમ છતાં છદ્મસ્થતાથી ભૂલા રહેવા પામશે તે તે બીજા પુરૂષો સુધારવા નીકળ્યા વિના રહેશે નહી. અમે એવું માનનારા છીએ કે, ભૂલ થશે, એવા ભયથી સર્વથા ન કરવું તેના કરતાં ભૂલ થશે તા સુધરશે એવા વિચારથી કામ કરવુ એજ પ્રતિ (progress) ના ખરા માર્ગ છે. વેદાન્તના ઉપનિશો ભગવદ્ગીતા વગેરેનાં સબંધમાં જેમ બન્યું તેમ શા માટે નહીં અને ? આગળ ઉપર કાં એમ નહીં બને કે, જેમ ઉપનિશદેાનાં અને ભગવદ્ગીતાનાં ભાષાંતરા જૂદા જૂદા ભાષાંતરકારાએ કર્યાં છે તેમ કરીને વસ્તુને યથાર્થતા અપાય ? ચેાથી દલીલ એવી લાવવામાં આવે છે કે, લખાએલાં સૂત્રાનેા ઉપયેાગ મર્યાદિત માણસાની સંખ્યા લઇ શકે છે, છપાય તો ખીન્ન પણ લઇ શકે અને તેથી અનધિકારે નુકશાન થાય તેનુ કેમ ? આનેા ઉત્તર અમારા આ પ્રમાણે છે: અમેા હવે પછીના પૃષ્ટામાં બતાવીશુ કે, જે અત્યાર સુધીની માનીનતા છે કે, શ્રાવક વર્ગથી ત્રા ન વંચાય એવી માનીનતા બદલાયેલા સંજોગામાં કાયમ રાખવી યાગ્ય છે કે નહીં. છપાતાં વધારે પ્રતા થતાં અનધિકારે નુકશાન થવા રૂપ દલીલના જવાબમાં અમે એમ જણાવવા રજા લઇએ છીએ કે, અમે બહુ તેા એક હજાર પ્રતા અકેક સૂત્રેાના તૈયાર કરાવી શકયુ, પણ આપણાં અકેક સૂત્રની જૂદા જૂદા ઉપાશ્રયેા-ભડારા અને પુસ્તકાલયા, તથા મુનિ મહારાજોની પાસેની લખેલી પ્રતાની સંખ્યાની ગણત્રી કરવામાં આવે, તે અમારી છપાએલી પ્રતાની સખ્યા કરતાં ઘણી વધી જવા પામશે. એ વધી જવા પામે, તો પછી આપણે વધારે સંખ્યાથી કાઈ જાતનું નુકશાન થયેલું હાય, એમ ર્યાદ કરતા નથી. જો એમ કહેવામાં આવે કે, છપાએલી પ્રતા થાય તે તે સસ્તી કીમતે મળી શકે અને તેથી અનધિકારી પણ ઉપયાગ કરે અને તેથી નુકશાન થાય; આના સબંધમાં અમે એમ પૂછવા રજા લઈએ છીએકે, શ્રીસૂત્રકૃતાંગ (સૂયગડાંગ) સૂત્ર શાહ ભીમશી માણેકે છપાવેલ છે તેથી કેટલું નુકશાન આજ સુધી થવા પામ્યું છે ? રાયધનપતિસિહુ બહાદૂરે ઘણા અંગ-ઉપાંગા છપાવ્યાં છે તેથી સામાન્ય જૈન પ્રજાના નૈતિક અને ધાર્મિક વિચારાના સંબંધમાં શું નુકશાન થયું છે ? ખીજા જૂદા જૂદા માણસાએ આજ સુધીમાં કેટલક સુત્રા મૂળ રૂપે ગુજરાતી અર્થ સહિત છપાવ્યાં છે તેથી જૈન સમાજમાં દૃશ્ય એવું કાઇ નુકશાન થયેલું છે ? અમને લાગે છે કે, આવા વિચારે જો ક્રમપૂર્વક અનુભવમાં લેવામાં આવે, તેા આ પ્રકારની દલીલામાં રમવાનુ અમારી જૈન પ્રજાના જે ભાગ કરે છે, તે કરે નહીં. એક એવી પણ દલીલ આવે છે કે, યાગ-વહનઆદિ ક્રિયા કર્યાં બાદ મુનિરાન્તેને આગમનુ વાંચન થઈ શકે છે, તે ક્રમ સૂત્રેા છપાય તો કેમ જળવાઈ શકે ? આવી દલીલ કરવી ફેગટ છે, કારણ કે તેવી લાભકારક ક્રિયા ન કરવી એમ આગમનું મુદ્રણ કાંઇ કહેતું નથી. છપાએલા હાય, પણ તે અમુક ક્રિયાએ કર્યાં બાદ વાંચન અર્થે ઉપયેગમાં લેવાની કાણુ ના પાડે છે ? યાગવહનાદિ ક્રિયા કર્યાં બાદ આગમા લખેલ હાય કે છાપેલ હેાય, પણ -વાંચવા વિચારવાને ક્રમ સપૂર્ણ પણે જાળવી શકવામાં કાંઈ અડચણ આવવીજ ન ઘટે. આ સઘળી હકીકત જોયા બાદ, અમે આશા રાખીએ છીએ કે, અમારા મુનિમહારાજોને ખાત્રી થવી જોઇએ કે, કાઇ પણ પ્રકારની અડચણે! નયા વિના મુનિ મહારાજોને આ યાજનાથી સર્વથી વિશેષ લાભ થવા યેાગ્ય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રાવક વર્ગ અને આગમનુ' જ્ઞાન. જ્યારે જ્યારે જિનાગમાના પ્રકાશનને અંગે પ્રયત્ન થયાં છે ત્યારે ત્યારે એક એવી દલીલ કરવામાં આવી છે કે, પૂર્વાચાર્યાંના ગ્રંથા કયાં થેાડાં છે કે, જિનાગમના પ્રકાશનની– અને તે પણ દેશ ભાષામાં ભાષાંતરે। સહિત— જરૂર છે. તેઓની આ દલીલ તેના ખરા સ્વરૂપમાં જોવા જોઇએ, તે એવી છે કે, આગમ જ્ઞાનના પ્રચારની જરૂર નથી. કેમકે ગ્રાનું જ્ઞાન આપણે માટે પૂરતું છે. જે પૂર્વના જ્ઞાની પુરૂષાના પ્રયત્ને તરફ નજર કરીએ, તે આવી દલીલ કરનારાઓના ખેલવા તરફ બહુ કાળજી કરવાની જરૂર ન રહે. જ્યારે પૂર્વે આગમાની સંસ્કૃત ટીકા થઈ ત્યારે પણ પૂર્વાચાર્યાંના અનેક અનેક ગ્રંથે। વિદ્યમાન હતા. પૂર્વે જ્યારે આગમેાની ગુજરાતી ભાષાટીકા ( અથવા જેને ‘ ભાષા ' આળાવબાધ કે ટખ્ખાઓ કહેવામાં આવે છે ) થઈ ત્યારે પણ અનેક મહાન આચાર્ય મહારાજોના ગ્રંથા સ્થિત હતા. આમ હોવા છતાં, મૂળ આગમા, કે જે માગધી ભાષામાં છે તેને સરળ કરવા માટે સંસ્કૃત ટીકા અને ગુજરાતી ટખ્ખાએ લખાયાં છે, અને લખનાર પુરૂષાએ એમ કરવાના પાતાના હેતુ એવા બતાવ્યા છે કે, સરળ થતાં લેાકેાપકાર થાય. શ્રી આચારાંગ સૂત્રના ભાષા ટીકાકાર બૃહત તપગચ્છમાં થયા છે અને તેઓશ્રીનું નામ શ્રી પાર્શ્વચંદ્ર છે. તેઓએ કહ્યું છે કે, ભાષા ટીકા લખવાના તેના હેતુ લેાકના ઉપકાર થાય તે છે. આજ પ્રકારે શ્રી શીલગાચાર્ય, શ્રી અભયદેવસૂરિ અને ખીજા સર્વ ટીકાકારેએ અને ભાષાટીકાકારાએ, લાકને ઉપકાર કરવા માટે સરળપણું કરવા અર્થે પેાતાની ટીકા કરવાના હેતુ બનાવ્યા છે. અર્થાત્ તે ટીકાકાર મહાનુભાવેાની આ પ્ર‰ત્તિનું પૃથક્ કરણ કરીએ, તે આટલી વાત સિદ્ધ થાય છે. ૧. પૂર્વાચાર્યાં પ્રણીત અનેક ગ્રંથા છતાં આગમાનું જ્ઞાન પ્રચાર પામે, તા લાકના ઉપકાર છે. ૨. લાકના ઉપકાર થવા અર્થે આગમ જ્ઞાનને સરળ કરવાની જરૂર છે. અમે પૂછીએ છીએ કે, અનેક મહત્પુરૂષના અનેક ગ્રંથ છતાં પૂર્વાચાર્યાએ આગમજ્ઞાન સરળતાવાળુ કરવામાં લાકના ઉપકાર થાય એમ માન્યું છે, તે પછી ઉપર કરી તે અત્યારે લાવવામાં આવતી દલીલ કેટલીવાર નીભી શકશે ? અમારે। હેતુ પણ આગમનાનને દેશભાષામાં ભાષાંતરા કરાવી વિશેષ સરળતા આપવાના છે તે અમે પૂર્વ પુરૂષાના માર્ગે ચાલીએ છીએ કે નહિ ? આ પ્રકારે, જ્ઞાની પુરૂષોના માર્ગને અનુસરી અમે ભાષાન્તરા કરાવી આગમ છપાવીએ એટલે લાકના ઉપકારના હેતુ થવા યાગ્ય છે. અનેક મુનિરાજોને સુલભ્ય અને સરળ, શ્રી આગમા થતાં, જેમ પેાતાને તેનુ જ્ઞાન થઈ શકશે તેમ પેાતાના વિહારદ્વારાએ જૂદાં જૂદાં અનેક સ્થળેાએ અપાતાં વ્યાખ્યાનદ્વારાએ પણ આગમજ્ઞાનના પ્રચાર કરી લાકના ઉપકાર વિશેષપણે કરી શકશે. એટલુ દુ:ખદાયક છે કે આપણા મુનિરાજોએ પેાતાને વિહારપ્રદેશ બહુ ટુંકા કરી નાંખેલા હેાવાથી, મારવાડ અને તેવા પ્રદેશના જૈન ભાઇઓતે ધર્મજ્ઞાનના બહુ ઓછા લાભ મળતા હેાઇ, તેનુ ધર્મ સાહિત્યજ્ઞાન બહુજ એન્ડ્રુ રહે છે,-નિર્જીવ જેવું રહે છે. મુનિરાજો જો પેાતાને વિહારપ્રદેશ વિસ્તૃત કરશે અને આ પ્રકારે તેના હાથમાં આગમા સરળ આકારે અને સુલભ્ય રીતે આવશે તે જ્ઞાનને પ્રચાર ( Diffusion of Knowledge) વધી શકશે; અને તેથી લાંકાપકારવધારે થશે. Page #17 -------------------------------------------------------------------------- ________________ આગમનું જ્ઞાન સરળ રૂપ આપવાથી લોકોને ઉપકાર વિશેષ થાય એમ ટીકાકાર અને ભાષા ટીકાકાર મહપુરૂષોએ કહ્યું છે એટલે જૈનના શ્રાવક-ગૃહસ્થ સમુદાયમાં પણ આગમજ્ઞાનનો પ્રચાર થતાં લોકપકાર થાય. એ વાત ખરી છે કે, શ્રાવકાને માટે આગમનું શ્રવણ તે સ્વીકારેલું જ છે, કેમકે તેવી પ્રવૃતિ અત્યારે પ્રત્યક્ષ છે. મુનિરાજે આગમ સરળરૂપે થતાં, શ્રાવક સમુદાયને, આગમજ્ઞાનનું વિશેષ પણે શ્રવણ કરાવી શકશે અને તેથી લેકોપકાર દશે એવું આપણે જોયું. હવે, સવાલ માત્ર એટલો રહે છે કે એલી તે સહેલાઈથી મળી શંક એટલે શ્રાવકે પિતાની મેળે વાંચતાં થશે, અને તેથી “ શ્રાવકોને મુનિદ્વારા આગમજ્ઞાનનું શ્રવણ ઘટે, પણ સ્વતંત્ર રીતે વાંચન ન ઘટે ” એવી પરંપરા ચાલતી માનીનતા જળવાઈ નહીં રહે. આના સંબંધમાં અમારો ખુલાસો આ પ્રમાણે છે. જે મુનિદ્વારાએ આગમનું શ્રવણ શ્રાવક સમુદાયને અર્થે નિર્માણ થયેલું છે, તો તે ઉપરથી એટલી વાત તે સિદ્ધ થાય છે કે, આગમનું જ્ઞાન અથવા આગમમાં કહેલા વિચાર જાણવા એ શ્રાવક સમુદાયને માટે અટકાવેલ નથી હવે, વાત એટલી રહે છે કે, આગમમાં કહેલા વિચારે, આગમો છપાતાં સુલભ્ય થાય એટલે, શ્રાવક સમુદાય, અત્યારે જેમ મુનિદ્વારા જાણી શકે છે તેને બદલે વખતે, પોતાના સ્વતંત્ર વાંચનથી, જાણી લે એ બનવા ગ્ય છે, તેનું શી રીતે ? આગમનું જ્ઞાન શ્રાવકે જાણવું એ આજ્ઞા છે “પણ સ્વતંત્ર વાંચનથી કે મુનિદ્વારા શ્રવણથી” એટલી નિર્ણત કરવા માટે રહેલી વાતનો વિચાર કરતાં આપણે આપણને પિતાને સૌથી પહેલો પ્રશ્ન એ કરવા ગ્ય છે કે, મુનિદ્વારાએ આગમનું જ્ઞાન જાણવું અને સ્વતંત્ર રીતે આગમજ્ઞાનનું જાણવું એવો ભેદ પાડવામાં હેતુ શે ઘટે છે ? એને હેતુ એટલેજ ઘટાવી શકાય એવું છે કે, મુનિરાજે, આગમજ્ઞાનના ખાસ અભ્યાસી હાઈ આગમનાં વિચારને આશય જેવી સૂક્ષ્મ રીતે બતાવી શકે તેવો સ્વતંત્ર વાંચનદ્વારાએ શ્રાવકે ન સમજી શકે. અમે માનીએ છીએ અને જાણીએ છીએ ત્યાં સુધી આ વિષયમાં આ પ્રકારની જ ઘટના કરવામાં આવે છે. એટલું અમે સ્વીકારી લઈએ છીએ કે એક વિષયના ખાસ અભ્યાસીઓ જે તે વિષયનો આશય સમજી શકે તેવો આશય ઉપલક વાંચનારાઓ ન સમજી શકે એ જાત ખરી છે, પરંતુ ત્યાં સવાલ એમ ઉત્પન્ન થાય છે કે, એવું શું કારણ છે કે મુનિરાજે આગમના ખાસ અભ્યાસી થઈ શકે અને શ્રાવકો ન થઈ શકે. કોઈ પણ વિષયનું જ્ઞાન થવું એ બુદ્ધિનો વિષય છે. બુદ્ધિતારતમ્યતા મનુષ્ય માત્રામાં છે. એમ પણ એકાંત નથી હોઇ શકતું કે, મુનિઓનુંજ બુદ્ધિબળ વિશેષ હોય, અને શ્રાવકેનું બુદ્ધિબળ ઓછું જ હેવું જોઈએ; અથવા એવું પણ એકાંત નથી કે શ્રાવકેનું બુદ્ધિબળ વધારે હોય અને મુનિઓનું ઓછું હોય. એ તે બુદ્ધિની તામ્યતા ઉપર આધાર રાખે છે; એટલે એવું કાંઈ ખાસ કારણ નથી કે, શ્રાવકે આગમના ખાસ અભ્યાસી ન થઈ શકે. વસ્તુ સ્થિતિ આમ હેઇ, કોઈથી એમ તો નહીં કહેવાય કે બુદ્ધિબળના કારણે શ્રાવકે આગમના ખાસ અભ્યાસીઓ ન થઇ શકે. - હવે એમ કહેવામાં આવે છે, મુનિરાજેનું સમગ્ર ચારિત્ર અને તેમાં પણ યોગઉપધાનાદિનું વહન એ સાધનો દ્વારા મુનિરાજેને આગમનું જ્ઞાન વધારે સારું થઈ શકે તે તેના સંબંધમાં અમે કહેવા રજા લઈએ છીએ કે, કઈ પણ પ્રકારનું જ્ઞાન સુંદર ચારિત્રવાળા મનુષ્યોને સારી રીતે પ્રગમી શકે એ વિશેષ બનવા યોગ્ય છે, પરંતુ તે વાત પણ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૬ એકન્તિક ન કહેવાય. ઘણા સુંદર અને પવિત્ર ચારિત્રવાન પુરૂષ પોતાનામાં આ નમવા યોગ્ય ચારિત્રગુણ પ્રકટાવે છે, છતાં તેઓમાં બુદ્ધિબળની મંદતા ન જ હોય એમ ન કહેવાય. શ્રાવક ચારિત્ર રહિત હોય છતાં બુદ્ધિબળમાં વિશેષ પણ હોઈ શકે. અર્થાત ચારિત્ર અને જ્ઞાન એ બન્ને પદાર્થોના વિષયો અને શક્તિ સ્વતંત્ર હોઈ જૂદા જૂદા પ્રકારે છે. ચારિત્ર અને જ્ઞાન બન્ને હોય તે તેના જેવું એક ઉત્તમ નહીં, પણ ચારિત્ર ન હોય ત્યાં જ્ઞાન હોવું નજ ઘટે એમ કાંઇ નિર્ણય ન ગણાય. વળી, શ્રાવક સમુદાયને આગમનું શ્રવણ માત્ર ઘટે અને સ્વતંત્ર વાંચન ન ઘટે એવી પરંપરા ચાલતી વાત, એકાંત સિદ્ધાંતરૂપ હોય એમ અમને બેસતું નથી. પંદર પ્રકારે “સિદ્ધ” થઇ શકે એવો જે અભિપ્રાય છે તેમાં ગૃહસ્થ લિંગે પણ “સિદ્ધપદ ” ની પ્રાપ્તિ થવા યોગ્ય કહી છે, તો પછી આપણને સ્વાભાવિક એ જાણવાની ઈચ્છા થવી ધટે કે, ગૃહસ્થતિ ગે સિદ્ધપદની પ્રાપ્તિ કરવા સુધીની દશાએ પહોંચેલ એવા ગૃહસ્થ પુરૂષોને આગમનું જ્ઞાન માત્ર શ્રવણરૂપે જ હોય અને સ્વતંત્ર વાંચનરૂપે ન હોય કે શું ? ગૃહસ્થલિંગે સિદ્ધપદની પ્રાપ્ત કરી શકવી એ તો અપવાદરૂપ વાત છે, પરંતુ આ ઉદાહરણ આપવાનો હેતુ માત્ર એટલો છે કે, શ્રાવકેને માટે ઉપર્યુક્ત ચાલતી પરંપરાની માનીનતા એકાંત સિદ્ધાંતરૂપ માનવાનું બની શકે તેમ નથી. ત્યારે એમ દલીલ કરવામાં આવશે કે, આ તમે વિચારો બતાવો છે તેવા વિચારો પૂર્વ પુરૂષોએ આ માનીનતા ઉત્પન્ન કરતી વખતે ધ્યાનમાં લીધા નહીં હોય ? અમે કહીએ છીએ કે જરૂર લીધાજ હોવા જોઈએ તેની માનીનતામાં ઘણું વજુદ છે, કેમકે એ વાત કેવળ સાચી છે કે જે પુરૂષ-મુનિરાજો–ને હમેશનો આગમ જ્ઞાનનો પરિચય છે, જે પુરૂષો આગમ જ્ઞાનના ખાસ અભ્યાસીઓ છે, વળી જેનું ચારિત્ર પવિત્ર અને વીતરાગતા ઉપજાવનારૂં છે તે પુરૂષ-મુનિરાજો દ્વારા આગમનું–શા માટે સર્વ ઍથેનું-જ્ઞાન થવાની તક મળે, તો તે મોટા ભાગ્યની વાત છે; પરંતુ તેવી તક, તે યુગ ન મળે, તો શ્રાવક સમુદાયને માટે એકાંત આગમન સ્વતંત્ર વાંચનની મના લાભદાયક છે એમ અત્યારના સંજોગોમાં તે લાગી શકતું નથી. અમને અહીં એમ કહેવામાં આવશે કે, શું તે વખતના સંજોગે અને અત્યારના સંજોગાંમાં ફેર પડી ગયો છે ? અમે કહીએ છીએ કે, બહુ મોટો ફેર સંજોગોમાં પડી ગયો છે. ગદ્વહન ક્રિયાની પૃથા અને 2 વિકેથી સૂત્રે ન વંચાય એવી માનીનતાની ઐતિહાસિક દષ્ટિએ તપાસઃઆગમના અભ્યાસની પાત્રતા વિષે પૂર્વે બંધાએલા નિયમો જે સંજોગોમાં ઘડાયા હતા તે સંજોગોમાં અને અત્યારના સંજોગોમાં ફેર પડી ગયો છે એવું બતાવવા પહેલાં, અમારે બે બાબતોની ઐતિહાસિક તપાસ રજા કરવી પડશે. એક બાબત એ છે કે, અમુક અમુક સૂત્રનો અભ્યાસ અમુક વખતના દીક્ષા પર્યાય વાળા સાધુઓ કરી શકે અને તેને માટે અમુક અમુક યોગદાન આદિ ક્રિયાઓ કરવી જોઈએ તેને લગતી છે; અને બીજી બાબત ભાવથી સૂત્ર ન વાંચી શકાય એવી માનીનતાને અંગે છે. અમો જાણીએ છીએ ત્યાં સુધી જૈનાગમના અભ્યાસી મુનિ મહારાજેનું કહેવું એવું છે કે, આગમના અભ્યાસ પૂર્વ મુનિ રાજેએ એકસ યે ગ્યતા મેળવવી જોઈએ એવી Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૭ આજ્ઞા પરમકૃપાળુશ્રી ભગવાનના આશય અનુસાર પૂર્વના મહાન આચાર્ય મહારાજોએ કરેલી છે. જૈનાગમના અભ્યાસી મુનિ મહારાજો આવા આશયે તે આજ્ઞા ભગવાનની કરેલી છે એમ માનતાં હેાય તે તે સ્વીકારણીય છે. પરંતુ જેએ જૈનાગમના અભ્યાસી નથી એવા સામાન્ય મનુષ્યા તેવી આજ્ઞા ખુદ શ્રી ભગવાનના મુખનીજ છે એમ શ્રદ્ધાપૂર્વક સ્વીકારતાં છતાં નીચેની એક ઐતિહાસિક દલીલ રજુ કરે તેા તેને વિચારવાને અવશ્ય વિચારને પાત્ર લેખ્યા વિના નહીં રહે. ભગવાન મહાવીર સ્વામીએ જે વખતે પેાતાના શિષ્યજતાને, આગમમાં કથેલાં મેધના ઉપદેશ કર્યા તે વખતે, ભગવાન મહાવીર સ્વામીના હેતુ મેધ અર્થે ખાધ કરવાના હતા, પણ પુસ્તકરૂપે તેઓના ખેાધને ગુંથવાને નહેાતા; અથવા એમ કહીએ કે, તે કૃપાળુશ્રીએ કાંઈ પુસ્તકરૂપે ગુંથણી કરી નહેાતી. તે શ્રીએ પુસ્તકરૂપે ગુથણી કરી નહેાતી અથવા તેમ કરવાને તેઓને તે સમયે પેાતાના શિષ્યાને ખેાધ આપવાના સમયે–હેતુ નહાતા તે પછી શ્રદ્દાના કયા પ્રકારથી એમ માનવું કે, જેને અર્થાત્ પુસ્તકરૂપે ગુંથણીના તે સમયે જન્મજ નહાતા, તે પુસ્તકરૂપ ગુથણીના અભ્યાસ અમુક દિક્ષાપર્યાય પાળ્યા પછી કરવા, અથવા અમુક યાગહન ક્રિયા પછી કરવા, અથવા શ્રાવકાએ સૂત્રનું વાંગન ન કરવું ઈત્યાદિ નિયમેા ખુદ ભગવાનશ્રીના મુખમાંથી નીકળ્યા હતા ? સૂત્રેાની ગુંથણી તે। આચાર્ય મહારાજ શ્રીદેવદ્િગણિક્ષમાશ્રમણે ભગવાન શ્રીના નિર્વાણુ પછી લગભગ એક હજાર વર્ષે કરી છે, એટલે ગુથણી થયા પૂર્વે એક હજાર વર્ષે ભગવાને નિયમે ઘડયા હોય એ વાત કેવા આકારે સમજવી ? આ ઉપરથી એ આજ્ઞા ભગવાનશ્રીના આશયપૂર્વક કરેલી હાવાનું કહેવામાં આવે તો તરત ગ્રાહ્ય થવા યાગ્ય છે. આચાર્ય મહારાજોની ભગવાનશ્રીના આશય-અનુસારની આજ્ઞા પણ આપણે ભગવાનની આજ્ઞા સમાન ગણી શિરશાવંદ્ય તરીકે સ્વીકારવાની છે, કેમકે તે આચાર્ય મહારાજો પ્રભુના તીર્થનાયકા અને તીર્થરક્ષકા હતા. આ સૂત્ર વાંચનના અભ્યાસીએના અધિકાર—અધિકારના નિયમેા બાંધતી વખતે અધિકારીપદને હેતુ પેાતાની સન્મુખ રાખ્યાહતા. ત્યારબાદ એક ખીજા મહાબળવાન હેતુ પૂર્વક ત્યાર પછીના સત્પુરૂષોએ આ નિયમેાને પુન્નર્જીવન આપ્યું હતું. જેએને જૈનધર્મના વાસ્તવિક ઇતિહાસના અભ્યાસ છે તેના અનુભવ છે કે, પાછળથી જે ચૈત્યવાસીએ તરીકે એળખાયા તેઓના હાથમાં એક વખત આખી જૈનસમાજની લગામ હતી. આ વખતે કાંઈ જેને આપણે વાસ્તવિક જૈનસાધુ મહારાજ તરીકે અત્યારે એળખીએ છીએ તે સાધુ મુનિરાજો નહાતા. માત્ર યતિગણાનું રાજ્ય હતું. આ યતિગણેાના વાસા તરીકે પાછળથી જેએ ચૈત્યવાસી તરીકે ઓળખાયા તેઓની ચારિત્રભ્રષ્ટતા એટલી હદસુધી વધી ગયેલી કે, આપણને તેને વિચાર કરતાં પણ ત્રાસ છુટે તેવું છે. આવી ચારિત્રભ્રષ્ટતા છતાં, તે ચૈત્યવાસીઓના કાણુમાં જૈનસમાજ એટલી બધી મૂકાઈ ગઇ હતી કે, તેમાંથી તેને મુક્ત કરવા માટે નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ જેવા મહત્પુરૂષાને અથાગ પરિશ્રમ કરવા પડેલા. આ ચૈત્યવાસીએ શ્રાવક સમુદાય પાસેથી અનેક પ્રકારે દ્રવ્ય કઢાવતા હતા. જ્યાતિષ, શાસ્ત્રવાચન અને અનેક બીજા રસ્તે પુષ્કળ નાણું કઢાવતા હતા, તે ચારિત્ર ભ્રષ્ટ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ હતા, તેઓ અનેક સારા અને નરસા ઉપાયોથી પૈસે કઢાવતા હતા, છતાં તેઓમાં સામાન્ય જૈન સમાજની એટલી બધી શ્રદ્ધા હતી કે, ચૈત્યવાસીઓની વિરૂદ્ધમાં કાંઈ પણ બોલવું કે વર્તન કરવું એ મોટું જોખમ ખેડવા બરાબર હતું. આવી સ્થિતિ હોઈ, ચૈત્યવાસીઓ પ્રત્યેથી સમાજનો લક્ષ ઘટે તેટલા માટે અનેક BU17 HERR 10451 24141 ( direct )242 24133421 (Iudirct) H (honest) ઉપાય લીધા હતા. ત્યવાસીઓ આગમનું વાંચન કરતા, અને શ્રાવકે પુકળ દ્રવ્ય આપતા હતા એ પૃથાને ફેરવવાને ઉપરના ધોરણને અનુસરી સીધા અને આડકતરા અનેક પ્રમાણિક ઉપાયો, આચાર્ય મહારાજેએ લીધેલા. અંધશ્રદ્ધાની નાડી બરાબર તપાસીને આચાર્ય મહારાજને ખાત્રી થઈ હતી કે, ચિત્યવાસીઓના ભયંકર કાબુમાં આવી ગયેલી સમાજને જો એમ કહેવા જઈશું કે, “આ ચયવાસીઓ ચારિત્ર ભ્રષ્ટ છે, એટલે તેઓ આગમને બંધ કરવાને લાયક નથી. તમારી પાસેથી પૈસા કઢાવવાને આ ધંધો લઈ બેઠા છે, તો તો તેઓ ( એટલે અંધશ્રદ્ધાવાળી સમાજ ) માનશે તે નહીં, પણ ઉલટા ખળભળી ઉઠી ત્રાસ આપશે.” આવી સ્થિતિ અનુભવી તેઓએ ( આચાર્ય મહારાજેએ ) ઘણોજ ડહાપણનો માર્ગ શોધી કાઢયો. આચાર્યમહારાજેએ મનુષ્ય સ્વભાવનું અવલોકન કરી કામ લીધું. કેટલીક વખતે અંધ શ્રદ્ધાથી નરસી (ખરાબ) સ્થિતિનું ભાન થતું નથી. પણ જ્યારે ખરાબ સ્થિતિની પડખે સારી સ્થિતિ ઉભી કરવામાં આવે છે ત્યારે, સારા નરસાને ભેદ ઓળખવાનું બંધ મનુષ્યો પણ શીખે છે. ચૈત્યવાસીરૂપ નરસી વ્યકિતઓના આચાર વિચારની પડખે, શુદ્ધ ચારિત્ર ધારી સાધુમહારાજના આચાર વિચાર મૂકાયાથી, શુદ્ધ ચારિત્રધારી સાધુઓ પ્રત્યે લક્ષ થાય એ કેવળ કુદરતી છે. આગમનું વાંચન કરવાને હક (Right) સત્તાની રૂએ પાતાને છે, અને તેના બદલામાં શ્રાવકે બે અમુક ધર્મનો આકાર આપી તેઓને દ્રવ્ય આપવાને બંધાએલા છે એવી દઢ માન્યતા ધરાવનાર ચૈત્યવાસીઓ આગમનું વાંચન કરવાને અધિકારી નથી એમ ઠસાવવા માટે જે આચાર્ય મહારાજે સીધે પ્રયત્ન કરે, તે ચૈત્યવાસીઓ પિતાની રાજસત્તા જેવી સમાજ ઉપરની સત્તાથી ત્રાસ આપે તેમ હતું, અને શ્રાવકો ફેરવાય તેમ નહોતું. આ સ્થિતિ હેઈ, આચાર્ય મહારાજેએ આડકતર ( Indirect ) પણ પ્રમાણિક (honest ) ઉપાય છે . તેઓએ શેાધેલ ઉપાય એ હતો કે, આગમના વાંચન અને શ્રવણના અધિકારી કોણ હોઈ શકે એ સંબંધીના કેટલાક મૂળ નિયમોને પુન્નરૂદ્ધાર કર્યો અને કેટલાક ઉપકારક નિયમો સમયાનુકળ કર્યા. એ નિયમો એવા સુંદર હતાં કે. જેથી સમાજનું ધ્યાન ચૈત્યવાસીઓ પ્રત્યેથી ખસી, જઈ, કુદરીત રીતે, શુદ્ધ ચારિત્ર ધારી મુનિરાજે પ્રત્યે ખેંચાય આ સંજોગોમાં જે નિયમો સ્થાપીત થયા તેમાં અમુક વર્ષની દીક્ષા પર્યાય વાળા સાધુ અમુક સૂત્ર વાંચી શકે, અમુક યોગહન આદિ ક્રિયા કર્યા પછી વાંચી શકે આદિ અનેક યોજનાઓ હતી. મનુષ્યસ્વભાવ એવો છે કે, નરસી અને સારી ચીજ સાથે ઉભેલી દેખાય ત્યારે બન્નેની સરખામણી કરી સારીને ગ્રહણ કરી નરસીને છોડી દે છે. આચાર્ય મહારાજેએ ઉપર કહ્યા તે નિયમો સ્થાપીત ક્ય એટલે તેનું શુદ્ધ ચારિત્રધારી સાધુઓથી પાલન થતું જોઈ સ્વાભાવિક રીતે સમાજને એમ મનમાં આવવા લાગે કે, આ સાધુઓ ચૈત્યવાસીઓ કરતાં આટલા બધા શુદ્ધ ચારિત્રધારી છે છતાં તેઓ અ Page #21 -------------------------------------------------------------------------- ________________ મુક યોગ્યતા મેળવ્યા બાદ આગમોનો અભ્યાસ કરવાને પિતાને લાયેક માને છે, અને ચારિઝભ્રષ્ટ ચૈત્યવાસીએ તો કોઈપણ પ્રકારની યોગ્યતા તે બાજુએ રહી પણ બધી અ'મૃતા છતાં આગમના વાંચનના પિતાને જ હકદાર વારસ માને છે. આવી રીતે બનેની સરખામણી કરતાં શીખે, અને પરિણામે તેઓની પાસેથી દ્રવ્ય કઢાવવાને ચૈત્યવાસીઓને હેતુ હતો એવું સમાજ અનુભવી શકે એવા ઇરાદાથી આચાર્ય મહારાજેએ અધિકારીયોગની બાંધણી કરવામાં અંતર્ગત આવો પરમોપકારી હેતુ રાખેલો. સામાન્ય (general) હેતું અધિકારીપદના નિયમો સ્થાપવાનો હતો અને ખાસ (special ) હેતુ ચૈત્યવાસીઓ પ્રત્યેથી લક્ષ ફેરવવાને હતો. આગમના અભ્યાસની સાધુની પાત્રતાને અંગે આવા ખાસ હેતુપૂર્વક સ્થાપિત કરેલા નિયમથી કદરતી રીતે શ્રાવકની પાત્રતાનો હક પડતો મૂકાય અથવા જતે થાય છે. જેવી રીતે સરકારી નોકરી સર્વ કઈ લઈ શકતું હોય અને પછી સરકાર તરફથી નિયમ ઘડાય કે, અમુક વરસની ઉમેદવારી કર્યા પછીના એમ. એ. ને નોકરીના અધિકારી ગણવામાં આવશે, તે સહેજે એમ. એ. થી ગ્ન હોય તેનો અધિકાર જતો થાય છે. આ રીતે જ્યાં સાધુને માટેજ સખત નિયમોનું સ્થાપીત થવું એટલે શ્રાવકોના અધિકારને સવાલજ કયાંથી થાય, કેમકે શ્રાવકની તે સાધુ જેવી દશા નથી. આવી સ્થિતિમાં યોગહન ક્રિયા આદિ ચાલતી પૃથાઓના નિયમો સ્થાપીત થયેલા અને શ્રાવકોને અધિકાર પડતો મૂકાએ હોવાયેગ્ય છે એમ જે ઇતિહાસશાસ્ત્રની દ્રષ્ટિએ તપાસ કરવામાં આવે તો ખાત્રી થવા સંભવ છે. હવે એમ આશંકા કરવામાં આવશે કે, ભગવતી આદિ સૂત્રોનાં વાંચન પવિત્રચારિત્ર ધારી મુનીઓ કરે છે ત્યારે પણ સોના મહોરે, રૂપા મહોરો મૂકવામાં આવે છે અને તમે એમ કેમ કહો છો કે, ત્યવાસીઓ શ્રાવકો પાસેથી પૈસા કઢાવતા હતા તે અટકાવવાને આચાર્ય મહારાજને હેતુ હોઈ, ઉપર કહ્યા તે નિયમો સ્થાપ્યા છે ? આ સંબંધમાં અમારી માનીનતા આ પ્રમાણે છે. જ્યારે અમુક નુકશાનકારક બાબતને દૂર કરવાની હોય છે અને તે બાબતને દૂર કરવાથી જેઓને સીધું નુકશાન થાય છે તેઓ, જેઓ તે નુકશાનકારક બાબતને દૂર કરવા માગે છે તેઓને પિતાથી બનતી દરેક રીતે ત્રાસ આપવાનું કરે છે, અને ખાસ કરી જ્યારે જે પક્ષને નુકશાને ખમવું પડે છે તે પક્ષનો સમાજ ઉપર કાબુ હોય છે ત્યારે વિશેષ ત્રાસ આપી શકે છે. આવા પ્રસંગે તે નુકશાનકારક બાબત (બદી )ને ખસેડવા માંગનારાઓ જો સક્રિય (active) ઉપાય અજમાવે છે, તો, જેઓને નુકશાન થાય છે. તેઓ નુકશાન કરનારને પોતાના સમાજ ઉપરના કાબુની સહાયતાથી પજવી શકે છે, અને તેનું પરિણામ એ આવે છે કે બદી દૂર કરવા માગનારનો હેતુ સાર્થક થતો નથી, અને ઉલટું ત્રાસ ભોગવવાનું થાય છે. આવા પ્રસંગે બદી દૂર કરવા ઈચ્છનારાઓ શાંત (Passive) ઉપાય અજમાવે છે. આવો શાંત ( Passive ) ઉપાય અજમાવે તેજ ધારેલું ફળ લાવી શકાય છે. સૂત્રના વાંની ક્રિયા માટે શ્રાવકે દ્રવ્ય આપતા હતા તે બંધ કરવાને ઉપદેશ જે શુદ્ધ ચારિત્રધારી આત્માર્ય મહારાજે આપવારૂપ સક્રિય ( active ) ઉપાય અજમાવે તે તે વખતે Page #22 -------------------------------------------------------------------------- ________________ સૂત્રનું વાંચન કરી નિર્વાહ કરનારા ચિત્યવાસીઓને દ્રવ્ય સંબંધીનું સીધુ નુકશાન થાય તેમ હતું એટલે તેઓ પિતાને આશ્રીત એવી અંધ શ્રદ્ધાવાળી સમાજની સહાયતાપૂર્વક પજવી શકે તેમ હતું. આ સ્થિતિ જોઈ આચાર્ય મહારાજેએ શાંત ( Passive ) ઉપાય અજમાવેલે. સૂત્રના વાંચને અર્થે શ્રાવકો દ્રવ્ય ખર્ચતા હતા તે દ્રવ્યનો ઉગયો. પિતાના ખાનગી અને અંગત ( Private and personal) વપરાશમાં લેવાનો ઉપદેશક વર્ગને અધિકાર નહોવાનું બતાવવાને બદલે એમ ખ્યાલ ઉભો કર્યો કે, આગમના મામ્ય અર્થે શ્રાવકે સોનામહોરો, રૂપા મહોરો મૂકે છે તે જ્ઞાન ખાતા અર્થે વાપરવી જોઈએ. આવી રીતે એક પદ્ધતિમાં સમાયેલા નુકશાનની જગોએ તેજ પદ્ધતિમાં લાભની યોજના કરી. આવી પદ્ધતિપૂર્વક કામ લેવાથી ચૈત્યવાસીઓથી સીધી રીતે ખળભળાટ કરવાનું ઓછું થાય. એક તરફથી ચિત્યવાસીઓ દ્રવ્યનો ઉપયોગ પોતાના ખાનગી ઉપયોગ માટે કરે અને બીજી તરફ શુદ્ધ ચારિત્રધારીએ, દ્રવ્યને મુદલ અડકયા વિના તેનો ઉપયોગ જ્ઞાનમાર્ગ કરાવે એવું જોઈને સમાજ સ્વાભાવિક રીતે શુદ્ધ ચારિત્રધારીઓ તરફ આકર્ષાય એ દેખીતું છે. આવી રીતે આ શાંત (Passive) ઉપાય કામે લગાડી પૂર્વાચાર્યોએ આ પદ્ધતિનો ઉપયોગ સન્માર્ગે કરાવી, ચૈત્યવાસીઓને અંગત સ્વાર્થ લેકેને સમજાવ્યો હતો. આ ચર્ચા ઉપરથી, પૂર્વના આચાર્ય મહારાજાએ કેવા સુંદર આશયપૂર્વક, ગદ્વહન આદિ ક્રિયાનું નિરૂપણ કર્યું હતું તે જોઈ શકાશે. તેમજ શ્રાવકેથી સૂત્ર ન વંચાય એવી માનીનતા કેવા પ્રકારે ઉત્પન્ન થઈ હતી અર્થાત તેઓનો આગમવાચનનો હક કેવી રીતે પડતો મૂકાયો હતો તે પણ જોઈ શકાશે. સૂત્રને માટે જ નહિ પણ કોઈ પણ સાહિત્યને માટે અધિકારીયોગ તો જોવાયજ છે, પરંતુએ અધિકારીગનું નિરૂપણ કરતાં ખાસ સંજોગોથી ઉત્પન્ન થયેલા ખાસ કારણોને, દેશ કાળાદિના સંજોગો બદલાય ત્યારે વિચારવાની ખાસ ફરજ આપણું શીરપર આવી પડે છે. ચૈત્યવાસીઓના પ્રસંગથી ઉત્પન્ન થયેલ સંજોગોને અનુસરી અધિકારી યોગ્યતામાં ચારિત્રધર્મનું વિશેષ આરોપણ થયેલું; અને તેથી શ્રાવકોને આગમવાચનને હક, પરિણામે (consequently) ૫ડતો મૂકાયેલ. આ સંજોગે હાલના દેશ કાળાદિના ન હોઈ, અમે સમાજને સવિનય પૂછવા રજા લઈએ છીએ કે હવે બદલાયેલા સંજોગોમાં આપણી માનીનતાને વિશાળ ( Broad ) કરવી યોગ્ય ધારવી કે નહીં ? જૈનશાસનની હેલના થતી અટકાવવા માટે આગગ પ્રકાશનની કેટલી બધી જરૂર છે? આટલી ઐતિહાસિક તપાસ લીધા બાદ, આગમનું વાચન ગૃહસ્થ-શ્રાવક વર્ગને ઘટે નહીં એવી સમજાવટના સંબંધમાં અમો વિશેષ જણાવવા રજા લઈએ છીએ કે, આ પરંપરાકથનના ઈતિહાસમાં સૂક્ષ્મતાપૂર્વક જવા જેટલો અહીં અવકાશ નથી, તેમ શાસ્ત્રવિવાદનું આ સ્થળ નથી, અને સ્થળ હોય તે પણ શાસ્ત્રવિવાદનું હમેશાં બન્યું છે તેમ કોઈ દિવસ ફળ આવી શકતું નથી. આ પરંપરાકથન સ્વીકારનાર સમુદાય-યાદ રહે કે, સ્થાનકવાસી સમુદાય આ કથનને સ્વીકારનાર સમુદાય નથી. પ્રત્યે અમો એટલું જ કહેવા રજા માંગીએ છીએ કે, આ પરંપરાથનનું પિષણ કરવામાં આપ જેમ આપની જિનપ્રભુ પ્રત્યેની ભક્તિ માનો છો, તેમ અમે પણ તે પ્રભુના વચનામૃતોનો લાભ સર્વજગતને અપાવવામાં તેમજ તેઓશ્રીના Page #23 -------------------------------------------------------------------------- ________________ અમૃત વચનના અનર્થો થતાં અટકાવવામાં તેઓશ્રી પ્રત્યેની ભક્તિ શિવાય અન્ય કોઈ કારણથી પ્રેરાયા, આપને કે કેઈને પણ લાગવાં જ ન જોઈએ, કારણ કે આ મેહેનતમાં ઉતરવાને અને શારીરિક, માનસિક તથા દ્રવ્યાર્થિક ભાગ, અમારે જે કાંઈ પણ આપવો પડશે તે માટે કોઈનું દબાણ કે ફરજ હતાંજ નહીં. પરંપરાકથનના સૂક્ષ્મ ઈતિહાસ અને શાસ્ત્રવિવાદમાં ન ઉતરતાં અમે એટલુંજ કહીશું કે, એ પરંપરાકથન ગમે તે કારણથી ઉત્પત્તિ પામ્યું હોય, પણ અત્યારે ઉત્પત્તિ પામ્યું હોય, પણ અત્યારના દેશ કાળાદિના જે સંજોગો બદલાયાં છે તેનો ખ્યાલ કરવામાં નહીં આવે, તો પરંપરા કથનના રક્ષણથી જેટલો ફાયદો થયા યોગ્ય છે તેના કરતાં તે કથનના પિષણ કરવા જતાં જૈનશાસનની હેલના થવારૂપ અનેક ગણું નુકશાન થવાનો સમય જરૂર આવી પહોંચે છે. જેમાં માત્ર પોતાના ધર્મસ્થાને અને સમુદાયને જ આખું જગત સમજે છે તેઓને અમારે કાંઈ કહેવાનું નથી, પરંતુ જેઓ પોતાના ધર્મસ્થાને અને સમુદાય ઉપરાંત બીજું પણ જગત છે એમ સમજે છે તેઓ જાણતા હોવા જોઈએ કે, ઈગ્લેંડ, ફ્રાન્સ જર્મની, ઈટૅલી, ઑસ્ટ્રીઆ, રશિયા આદિ યુરોપના ભાગોમાં, અને અમેરિકા આદિ દેશમાં બૌદ્ધ અને જેન માર્ગના સાહિત્યનો અભ્યાસ બહુ કરવામાં આવે છે. એ દેશમાં આપણા દેશના જૂના શાસ્ત્રગ્રંથના જે પુસ્તકાલય છે તેવાં આપણે ત્યાં એક પણ નથી. એ દેશના વિદ્વાનો સંસ્કૃત, પાલી, પ્રાકૃત અને માગધી તથા ગુજરાતી ભાષાના મોટા અભ્યાસીઓ છે. આ વિધાન પૈકી, મો. વેબર, ડૉકટર બુલર, ઠે. એકસમુલર, હતા. હર્મન જેકોબી આદિ વિદ્વાનોએ કેટલાંક સૂત્ર—આગમના અંગ્રેજી તથા જર્મન ભાષામાં ભાષાંતર કર્યા છે. કેટલાંકે અંગ્રેજી, જર્મન અને ફ્રેંચ, રશ્યન ભાષાઓમાં જૈનના આગમો, જેનના તત્વજ્ઞાન અને જૈનના રક્ષાચાર વિચાર ઉપર લેખો લખ્યાં છે. આ લેખકેએ જાણું બુઝીને નહીં, પણ પિતાની મતિ અનુસાર, એવા વિચારો દર્શાવ્યા છે કે, જે જૈન સિદ્ધાં. તથી કેવળ વિરૂદ્ધ છે એટલું જ નહીં પણ જૈન ધર્મની નિંદા કરાવનાર પણ છે. અમારી નજર પહોંચે છે ત્યાં સુધી જોતાં અમને જણાય છે કે, તેર લાખ જનનીની વસતીમાંથી આંગળીને ટેરવે ગણાય તેટલાં જૈનો પણ નહીં જાણતા હોય કે, જમન ભાષામાં પ્રોફેસર વેબરે ૪૫ જૂનાગમ સંબંધમાં એક નિબંધ લખ્યો છે. આજ રીતે શ્રી ભગવતી સુત્રના કેટલાક ભાગનું જર્મન ભાષામાં ભાષાંતર કર્યું છે. ઉપાસક દંશાગનું ભાષાંતર પણ થયું છે. પ્રો. હ. જેકૅબીના ભાષાંતરો જાણીતા છે. અમેરિકામાં પ્રકટ થયેલ “Religions of India” (હદના ધમે) માં પણ જૈનાગમ સંબંધમાં ઉલેખો છે. પશ્ચિમ ભણુની જુદી જુદી ભાષાઓમાં જૈનધર્મ તથા જૈનાગમ વગેરે વિષયો ઉપર એટલું બધું લખાયેલું છે કે, જે તેને સંગ્રહ કરવામાં આવે તો આપણને એક આશ્ચર્યતાની મૂર્તિજ લાગ્યા વિના ન રહે. - પ્રોફેસર વેબરે ૪૫ જનાગમ સંબંધમાં લખેલો નિબંધ એટલો સૂક્ષ્મ રીતે અને એવા અભ્યાસથી લખ્યો છે કે, અમને કહેતાં ખેદ થાય છે કે, આપણું વર્તમાન જૈનસમુદાયમાં એક પણ વ્યક્તિ, તરતજ તેનું ખંડન ( Refutation, ) કરવા શક્તિ ધરાવતી હોય તેની અમને તો શંકાજ છે; જે કે અમને એટલું જણાય છે કે, પ્ર. વેબરની ગમે તેટલી સહમ કાળજી છતાં, તેના અવલોકનનું ખંડન થઈ શકે તેવું તત્વ જન Page #24 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિને તરત જોવામાં આવે તેમ છે. . દાખલા તરીકે, વેબર સાહેબે જર્મનભાવામાં નીચે પ્રમાણે લખે છે તેનું ખંડન થઈ શકે તેમ છે – “આટલું વિસ્તારથી કહ્યા પછી આપણે બીજા સવાલ વિષે જઈ શકીએ. આ સવાલ સંબંધી ટુંક વિવેચન કરીશું. તે સવાલ એ છે કે જૈનોના સિદ્ધાંત સાથે ઉત્તર તેમજ દિક્ષણ તરફના શ્રધ્ધાના પવિત્ર ગ્રંથને શું સંબંધ રહે છે? જેમ જેમ આપણી તપાસ વધતી જશે તેમ તેમ આ વિષય પર થોડો થોડો પ્રકાશ પડતો જશે. પ્રસ્તુત સવાલનો નિર્ણય આપણે ફતેહથી ત્યારેજ કરી શકીએ કે જ્યારે આપણે મૂળ ગ્રંથોને જ સરખાવવાની સ્થિતિમાં આવીએ. “સિદ્ધાંતમાં રહેલા અર્થની નીચલી તપાસ પહેલાં મૂળ ગ્રંથ કે જે સિદ્ધાંતોના ભાગ તરીકે વર્તમાનકાળમાં ગણવામાં આવે છે તેનું ખરૂં બંધારણ શું છે તે આપણી પાસે રજુ કરે છે. આ તપાસમાં બુરે રાખેલો ક્રમ સ્વીકારવામાં આવ્યો છે (જુઓ ઉપરપૃષ્ઠ ૨૨૬) બીજુ તેમાં આપેલ તારીખોના નિર્ણય પરથી આ તપાસથી કેટલાક અતિશય અગત્યના સવાલ જેવા કે દરેક અકેકા અંગના લેખનકાલ અને જૈન ધર્મના સ્થાપકના જીવનવૃતાંત પર ઘણું પ્રકાશ પડશે એવી રીતે મેં જૈનોના ધર્મસાહિત્ય પર પ્રયાસ કર્યો છે. “ જેનું ધર્મ સાહિત્ય વિસ્તારમાં અપરિમિત છે એટલું જ નહિ પરંતુ તેની એકસમાનતા અને બુદ્ધિવિષયક શિથિલતા માટે પ્રખ્યાત થયેલ છે. . આ સંબંધે વધારે ખાત્રીવાળી હકીકત બર્લિનની યલ લાયબ્રેરીના સંસ્કૃત અને પ્રાપ્ત હસ્તલિખિત પ્રતોના મારા કૅટલૅગના બીજા ભાગમાં માલુમ પડશે. આ કૅટલૅગ અત્યારે પ્રેસમાં છપાય છે. ૧૮૭૬ માં પ્રસિદ્ધ થએલ અગે અને ઉપાંગેની કલકત્તા અને મુંબઇની આવૃત્તિઓમાં કમનસીબે ફક્ત ૧૦ મા અંગ અને બીજા ઉપાંગની આવૃત્તિઓનો જ ઉપયોગ કરી શક્યો છું. - “ આ પ્રસ્તાવનાને અંતે એટલું કહેવાની રજા લઇશ કે મારો અંગત અભિપ્રાય હજુ સુધી એ છે કે જેનો બાધે શાખાઓમાંની એક જુનામાં જુની શાખા છે, જૈનધર્મ સ્થાપક સંબંધીની પુરાણ કથા બુદ્ધ શક્યુમુનિ પિતાના સિવાય બીજી વ્યક્તિ સંબંધી થોડું વર્ણન આપે છે. તે વ્યક્તિના તેમાં આપેલા નામને બદ્ધ દંતકથામાં શાક્યમુનિના સમકાલિન પ્રતિસ્પર્ધાઓમાંના એકના નામ તરીકે ગણેલ છે. હું કહું છું કે આ સત્ય વાત, મારા અભિપ્રાય પ્રમાણે જૈન ધર્મ તે ફક્ત દ્ધ ધર્મની જૂનામાં જૂની શાખાઓમાંની એક શાખા છે એ અનુમાનની સાથે અસંગત થતી નથી. મને એમ સ્પષ્ટ દીસે છે કે જૈન ધર્મના સ્થાપકને બુદ્ધના એક પ્રતિસ્પર્ધિ ગણવાથી સાંપ્રદાયિક તિરસ્કારથી જન્મ પામેલ એક ધર્મસંપ્રદાયને જાણી બુજીને અસંમત ગણીએ છીએ એવું સારી રીતે મનાશે. બદ્ધ અને જૈન એ બંને ધર્મના પિરાણિક ગ્રંથોમાં તે તે ધર્મના સંસ્થાપકોના જીવનવૃત્તાંત અને જીવનશ્રમ સંબંધી મળી આવતી સમાનતાઓની સંખ્યા અને ઉપગીતા ઉપલા મતથી વિરૂદ્ધ મત ની કોઈ પણ દલીલોને તેડી પાડે છે. જે આપણે વિચારીએ-અહિં મેં પાછળ પાને જે કહ્યું છે તે હું ફરીવાર કહું છું–કે જૈનો પોતેજ જેમ કહે છે તે પ્રમાણે જે જૈન Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ત્રાને જૈનધર્મના સ્થાપકના નિર્વાણ પછી ૧૦૦૦ વર્ષ પછી લેખબદ્ધ કરવામાં આવ્યા હાય તે। પછી એતે ખાત્રીપૂર્વક નવાઇ ઉપજાવનારૂ` છે કે જેટલું તે મૂત્રામાં સમાવવામાં આવ્યું છે તેટલું બધું મૂળ (એટલે વીરભાષિત ભા॰ ક) હાય ( ૨૪૧ ). આ વચલા સમયમાં જોકે જૈનાની પેાતાની પાસેથી ( અથવા ખાસ કરીને શ્વેતાંબરે પાસેથી કારણ કે તેના ધર્મસાહિત્ય સાથે આપણે ખાસ કામ લેવાનુ છે,) સાત શાખાએ સંબંધી મળતી હકીકત વજનદાર ખબર હાવાના ઓછામાં ઓછા થાડેાક આભાસમય પ્રકાશ આપે છે. છતાં તે દરમ્યાન જે બનાવા બન્યા તેની કેટલીબધી સંખ્યા હતી, તેની કેટલીબધી ધર્મપર અસર થઇ હતી તે બધુ અધકારથી હાલતા છવાઈ ગયુ` છે. તેના સંબંધે કંઈ પણ જાણી શકીએ તેમ નથી. દાખલા તરીકે નેાંધવા લાયક વાત લઇએ. બ્રાહ્મણેાના કહેવા પ્રમાણે નગ્નતા ( વળી જુએ વરાહમિહિર ૫૮, ૪૫, ૫૯, ૧૯ ) કે જે જૈનોની એક મુખ્ય વિશિષ્તા છે અને આધ્ધાના કહેવા પ્રમાણે જેની વિરૂદ્ધ મુદ્દે દૃઢતાથી થયા હતા તે નગ્નતા અંગેામાં તે એક નિરૂપયેાગી જગા લે છે. બલ્કે એક આવશ્યક વિધિ તરીકે સ્વીકારવામાં કે ગણવામાં આવી નથી. ( જુએ ભગવતી ૨. ૧૮૭, ૨૩૯, ૩૧૪ ) પાછલા કાળમાં નગ્ન રહેવાની આવશ્યકતા એક જુદી પડેલી શાખાવાળાએ વિધિતરીકે ઘુસાડી દીધી. પ્રાચીન મતાવલી (orthodox) શાખા નામે શ્વેતાંબરાએ ખાસ કરીને દિગબરે પ્રતિ (જુઓ ૩૫૦ ૭૯૭૭) જે તિરસ્કાર એટલી બધી દઢતાથી બતાવ્યા છે તે કે ધ્યાનમાં લઇએ તે આ સબંધી ઘણા લેખે તથા કથા શ્વેતાંબરાના સિદ્ધાંતેામાંથી કાઢી નાંખવામાં આવ્યા હશે એવું ધારવું ઉતાવળા અને વગર વિચાર્યં અનુમાન તરીકે ગણાશે નહિ. પ્રાચીન મતને અવલંબી રહેનારા પણુ જૈને નગ્ન તા એ વાતની ના પાડતા નથી. તે ફક્ત એટલું સત્ય રીતે દર્શાવે છે કે જે તેવખતે વિધેય હતુ તે વર્તમાન વખતમાં વિધેય બની શકે નહિ. "" ઉપાસક શાગમાં પણુ જૈન પદ્ધતિથી ઘણું વિરૂદ્ધ છે. અને એજ રીતે ઘણાખર! પશ્ચિમ લેખકાના લેખામાં છે. અમેરિકામાં પ્રકટ થયેલ Religions of India ” માં આગમ સંબધીનેા ઉલ્લેખ જૈન લાગણીને સાથી વિશેષ દુઃખ આપનારા થઈ પડે તેમ છે. Religions of India અર્થાત્ “ હિંદના ધમા ” એ નામનું મેઢુ પુસ્તક છે અને તે અમેરિકા અને યુરેપની યુનિવર્સિટિએમાં તુલનાત્મક ધર્મઅભ્યાસ ( Comparative study of Religions ) માટે લાવ. વામાં આવે છે. અમેાને એવા પણ ખ્યાલ રહી ગયા છે કે, હિંદની એકાદ યુનિવર્સિટિ માં પણ આ પુસ્તક ચલાવવાને એકાદ પ્રસંગે ઠરાવ થયા હતા કે ઠરાવ લાવવામાં આ વ્યા હતા. આ પુસ્તકમાં આચારાંગ સૂત્રના સંબંધમાં લખતાં કહેવામાં આવ્યું છે કે, "Such is the decision in the Acharang Sutra, or book of usages for the Jain monk and nun. From the same work we extract a few rules to illustrate the practices of the Jains. This literature is the most tedious in the world, and to give the gist of the heretic-law-Maker's manual will sufice.” આ ઉલ્લેખને સાર આ પ્રમાણે છેઃ— Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આવે ય સાધુ-સાધ્વીના પાચારદર્શક આચારાંગ મુત્રમાં કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાંથી અમે થાડાક નિયમ જૈનેાના આચાર દર્શાવવા લઈએ છીએ. આ સાહિત્ય સમસ્ત જગત્માં સાથી અત્યંત કટાળા આપે તેવું છે; અને તે નાસ્તિક આચાર બાંધનાર ( શ્રી તીર્થંકર)ના લઘુગ્રંથના નિષ્કર્ષ આપીશુ તો બસ થશે. "" જૈન અને જૈનાગમ સંબંધમાં પશ્ચિમ ભણીના વિદ્વાનેએ ઘણું લખ્યું છે. એટલું બધું લખ્યું છે કે, નવીન રોશનીના જૈનેએ તેના ૧૬ મા ભાગ પણ લખ્યા નથી. અમે પશ્ચિમ ભણીના વિદ્વાનેાના જૈવિરૂદ્ધ લખાએલા લેખા અહીં ઉતારવા બેઠા નથી, કે અમે તે લેખા વિષે વિવેચન કરી આપણી જૈન લાગણીને તેમના તરફ ઉશ્કેરવા માગતા નથી, કેમકે અમે પાશ્ચાત્ય વિદ્વાનેાની પરિશ્રમ બુદ્ધિના પ્રશંસક છીએ. અમે તેએને ઉલ્લેખ એટલાજ માટે કરીએ છીએ કે, આગમા સાધુ મુનિથીજ વંચાય, ગૃહસ્થવર્ગથી ન વંચાય એવી માનીનતા હજી પણ કાયમ રાખવામાં જિનેશ્વરાની ભકિત છે કે, તેવી માનીનતા પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ કરતાં ફેરવવામાં જિનેશ્વરેાની ભકિત છે તેને જૈન સમાજ વિચાર કરી શકે. " શ્રી જિનામમ સંબધી અંગ્રેજી, ફ્રેંચ કે અન્ય પશ્ચિમ ભણીની ભાષાઓમાં લખાએલા લેખા આપણા મુનિ મહાશયાના વાંચવામાં–સમજવામાં વિશેષે આવે કે, કેળવાએલા ગૃહસ્થ વર્ગને વધારે વાંચવામાં આવે એ અમારા પહેલા પ્રશ્ન ગૃહસ્થથી આગમનુ વાંચન એકાંત ધટેજ નહી એવું માનનાર ” ને છે. આ વાતની કાઈથી પણ ના પાડી શકાશેજ નહીં... કે, જૈન મુનિરાજોની જે સંખ્યા હાલમાં છે તેમાં લગભગ સર્વ મુનિરાજે પશ્ચિમ ણુિની ભાષાઓના અભ્યાસી નથી. જ્યારે ગૃહસ્થ વર્ગમાંથી સંખ્યાબંધ મનુષ્યા અંગ્રેજી ભાષાના સારા સારા અભ્યાસીએ છે. ફ્રેંચ ભાષા તથા જર્મન ભાષા પણ યુનિ વર્સિટીમાં શિક્ષણ લેતાં ધણા વિદ્યાર્થીએ શીખે છે અને ભવિષ્યમાં શીખવાના. વસ્તુ સ્થિતિ જો આમજ છે, તે પશ્ચિમભણીના વિદ્વાનેાના જૈનગમ સંબધી કે જૈન ધર્મ સંબંધી લેખા જ્યારે પણ કેળવાએલા ગૃહસ્થ વર્ગના હાથમાં આવે ત્યારે તેઓના ઉપર તે લેખાની સારી અથવા માઠી અસર થાય કે નહીં ? પશ્ચિમ ભણીના લેખકાના વિચારેની અસર કેટલાક દાખલાઓમાં વિપરીત રીતે વખતે કેળવાએલા જૈન તરૂણા ઉપર ન પડે એ જોકે સંભવિત છે, પરંતુ કેટલાક લેખા તો એવા વિદ્વતા ભરી રીતે ચર્ચલા હાય છે કે જેની અસર કેળવાએલા તરૂણા તે શું, પરંતુ જીના વિચારાના મનુષ્યા ઉપર પણ પડયા વિના ન રહે. દાખલા તરીકે, પ્રેાફેસર વેબરને જર્મન ભાષામાં જૈનાગમ સબંધી લખાએલા નિબંધ. એ નિબંધ એટલા વિદ્વતા ભરી રીતે તેમજ ભાષાશાસ્ત્ર (Science of languages) અને ભાષાશાસ્ત્ર (Philology) થી લખાયેલા છે–જો કે તે જૈન માનનીતાએથી બહુ પ્રતિકૂળ છે-કે તે ખરેખર એક ચમત્કાર જ લાગે. એવા ચમત્કાર લાગે કે, કેળવાએલા તણેાના મન ઉપર એવી અસર થયા વિના રહે નહીં કે, આવી સૂક્ષ્મ વિદ્વતા આપણા મુનિરાન્તે કે ગૃહસ્થ વર્ગમાં હાવાને સંભવ નથી. આવી અસર થતી કયારે અટકે ? જ્યારે “આગમનુ વાંચન ગૃહસ્થ વર્ગને ધટે નહી એવી માનીનતા દૂર થઇને કેળવાએલા ગૃહસ્થ તણાને માટે જૈનાગમનું વાંચનની છુટ ઘટે ત્યારેજ કે નહીં ? પશ્ચિમ ભણીની ભાષાઓમાં જૈન કે જૈનાગમ વિરૂદ્ધ જે લેખા લખાય તેના ઉત્તરા વાસ્તવિક રીતે કાણું આપી શકે ? જેએ પશ્ચિમ ભણીની ભાષાઓના સારા અભ્યાસીએ Page #27 -------------------------------------------------------------------------- ________________ ર૫ છે કે નહીં ? પશ્ચિમભણીની ભાષાઓના અભ્યાસીઓ આપણે મુનિરાજે છે કે ગૃહસ્થ વર્ગ ? ભવિષ્યમાં પણ આપણે મુનિરાજે ઈગ્લીશ, ફ્રેંચ, જર્મન આદિ પશ્ચિમ ભણીની ભાષાઓના અભ્યાસીઓ થવાને નજીકમાં સંભવ છે કે ગૃહસ્થ વર્ગ થવાનો વિશેષ સંભવ છે? જે ગૃહસ્થ વર્ગ થવાનો વિશેષ સંભવ હોય તો જેનાગમનાઅભ્યાસીઓ જે ગૃહસ્થ વર્ગ જાતે પોતે જ ન હોય તો જેનાગમ વિરૂદ્ધ લખાએલા લેખોનું ખંડન ( Refutation ) તેઓ કેમ કરી શકે ? જે એવી દલીલ કરવામાં આવે છે, તેવા લેખો બહાર આવે ત્યારે ગૃહસ્થ વર્ગ મુનિરાજેની સહાયતાથી તેના ખંડનો કરવાં. આ વાત એવી છે કે જેમ કોઇ ન્યાયની અદાલતમાં એક મુકરદમ ચાલતું હોય અને બચાવ કરનારે કાયદા કાનુનની સહાદતને આધાર બીજા ઉપર રાખવાનું હોય તેના જેવી છે. જે માણસ પોતે જ કાયદાથી વાકેફ છે તે જેવો બચાવ કરી શકે તેવો બચાવ, જે માણસ કાયદાની સાહદાનો આધાર બીજા માણસ ઉપર રાખીને કરે તેવો થાય ખરો ? વળી હાલના-જે જમાનામાં પિતાના નિર્વાહ માટે માણસેએ જીવતોડ મહેનત કરવાની છે ત્યારે આવા પ્રકારનો લાંબો માર્ગ કામ આવી શકે તેવું પણ નથી. હાલના પ્રગતિના જમાનામાં નવા નવા અનેક વિચાર–નવી નવી અનેક ચળવળ થાય છે. કોઈ સમયે પણ કલ્પના કે સ્વપ્નમાં આવી ન શકે તેવા પ્રયત્ન-મંથન થાય છે. આવા જમાનામાં સમાજના બની શકે તેટલા સભ્યોએ જૂદી જૂદી દિશાઓમાં તૈયાર થઈ રહેવાની જરૂર છે. યુરોપ, અમેરિકામાં અનેક ધર્મપરિષદો ભરાય છે. આપણું જે નિયો પણ હવે પૂર છુટતી તે દેશોમાં પ્રવાસ કરે છે. ધારો કે, બર્લીન કે વિયેનામાં એક સર્વધર્મપરિષદ ભરાયું હોય. ત્યાં આગળ, મરહુમ શ્રી. વીરચંદ ગાંધી કે મરહુમ મી, ગોવીંદજી મેપાણી જેવા ધર્મઅભ્યાસવાળા જેન ગૃહસ્થો હાજર હોય અને કોઈ પાશ્ચાત્ય વિદ્વાન જૈન કે જેનાગમ સંબંધી વિચારો બતાવતા હોય, અને તેમાં જૈન દ્રષ્ટિએ ઘણું પ્રતિકૂળ હોય. આવા પ્રસંગે, હાજર રહેલા જૈન ગૃહસ્થને આગમ સંબંધીનું જ્ઞાન હોય તો તેના રદીઆઓ આપી શકે કે નહીં ? વળી, ધારો કે, એક જૈન ગૃહસ્થ ચિકાગો કે લંડનની યુનિવર્સિટીની એકાદ કલેજમાં જઈ ચઢે, અને ત્યાં મીટ બર્નના Religions of India નામક પુસ્તકમાંથી આચારાંગદિ સૂપર વિવેચન ચાલતું હોય; અને આચારાંગને જગતના સાથી કંટાળા ભરેલા સાહિત્ય તરીકે ઓળખાવાતું હોય, તે જે તે જન ગૃહસ્થને આગમનું જ્ઞાન હય, તે તે વખતે તે ભૂલ ભાગી, આચારાં દિને ચમત્કાર ન બતાવી શકે છે , હમણાં, વિલાયતમાં “ Encyclopedia of Religions” એક કંપની તરફ થી તૈયાર કરવામાં આવે છે. આ એક જગતના સર્વ ધર્મોના અનેક વિષય સંબંધીને કેલ છે. આ કાષ–સંગ્રહમાં જૈન ધર્મ સંબંધમાં વિષય લખવા માટે છે. હર્મન જેકૅબીને રોકવામાં આવ્યા છે. ધારો કે, તેવું લખવા માટે જૈન ગૃહસ્થ વિદ્વાનને આમં ત્રણ આપવામાં આવે, અને “ જૈનાગમ સંબંધમાં અત્યાર સુધી પશ્ચિમ ભણીના લેખકેએ કરેલી ભૂલ ” સંબંધી વિવેચન લખવાનું તેને કહેવામાં આવે તે શું તે જૈન ગૃહસ્થ એમ કહેવું કે “અમે જૈન ગૃહસ્થને જૈનાગમ વાંચવાનું બંધ છે એટલે મને આ ગમનું કાંઈ જ્ઞાન નથી. એટલે મારામાં લખવાની આવડત નથી ?” . * * Page #28 -------------------------------------------------------------------------- ________________ અમોએ આ ચિત્ર દોર્યું છે તેને માટે કોઈ એવી દલીલ કરે કે, આવા પ્રસંગો આવી મળશે એવી કોને ખબર છે ? અને આવી મળશે ત્યારે જોઈ લેવાશે, તો તેને માટે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે, આવા પ્રસંગે હાલના જમાનામાં હમેશાં ઉભા થવાનાજ, આજથી સો વર્ષ ઉપર કાઇને કલ્પના હશે કે, જૈનના આવશ્યક સૂત્ર ઉપર એક યુરોપીયન વિદ્વાન નૈરવેરવીડનના રાજકર્તાના પ્રમુખપણ નીચે એક નિબંધ વાંચશે ? આજથી સે વર્ષ પહેલાં કોને ખબર હતી કે, ભગવતીસૂત્રનું ભાષાંતર જર્મન ભાષામાં થશે ? આજથી સો વર્ષ પહેલાં કેને કલ્પના હતી કે, જૈનના સૂત્રોના તરજામા જર્મન ઇલીયન અને ઇગ્લીશ કે રશીન ભાષાશાસ્ત્રીઓ કરશે ? આજથી ૫૦ વર્ષ ઉપર કાને સ્વપ્ન હતું કે, માગધી ભાષાને કેષ તૈયાર કરવાનું બીડું એક પાશ્ચાત્ય વિદ્વાન ઝડપશે ? આજથી ૨૫ વર્ષ ઉપર કોને ભ્રાંતિ પણ હતી કે, લંડનમાં ઇંગ્લીશમેને જૈનસાહિત્યસભા ઉભી કરી તેના આત્મા અને કર્મના સંબંધોની ચર્ચા કરશે ? અરે, આજે પણ કોને ખ્યાલ હશે કે, એક પાશ્ચાત્ય વિદ્વાન જુની ગુજરાતીઅપભ્રંશ-મારવાડી ગુજરાતી ભાષાને અથંગ અભ્યાસ કરી રહ્યા છે ? આ બધું કેવળ અશય જેવું આજથી ૧૦૦ વર્ષ ઉપર હતું તે આજે સાક્ષાત શક્ય થયેલું અનુભવાય છે. આવા સંજોગે બદલાયેલા છે. આવા બદલાયેલા સંજોગોમાં જે ધર્મો પોતાનું અસ્તિત્વ કાયમ રાખવા માગતા હોય તેણે પિતાની જેટલી વ્યક્તિઓને up-to-date અત્ર ક્ષણ પર્યતાના જ્ઞાનથી વિભૂષિત થઈ શકે તેટલી કર્યા વિના છૂટકોજ નથી. બદલાયેલા સંજોગોથી કહો કે, પંચમકાઈના પ્રભાવથી કહે, પણ આટલું તે સ્પષ્ટ નજરે દેખાય તેવું છે કે પશ્ચિમ ભણુની ભાષામાંથી મુનિરાજે કરતાં ગૃહસ્થ વિદ્વાને વિશેષ જ્ઞાત છે એટલે પશ્ચિમ ભણીના વિદ્વાનોના જૈન ધર્મના વિચારે પ્રત્યેના હુમલાઓનું રક્ષણ ગૃહસ્થ વર્ગદ્વારા કર્યા સિવાય છૂટકોજ નથી, અને આમ છે તે આગમનું વાંચન ગૃહસ્થને ઘટે નહીં એવું પરંપરાનું બંધન વિસ્તૃત કર્યા વિના બીજો ઉપાય પણ નથી. આ સંબંધમાં એટલી બધી દલીલો છે કે, જે કરવા માટે પાનાઓના પાના ભરાય તેય પૂર્ણ થાય તેમ નથી. ટુંકમાં અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે, જેમ માણસોએ પોતાના નિર્વાહ-અસ્તિત્વને માટે જીવડ (Struggle for existince) કરવાની છે તેમ પોતાના દરેક વ્યવહાર-પછી તે ધર્મ સંબંધી છે કે અર્થશાસ્ત્ર સંબંધી હો કે ગમે તે હો–ને માટે જીવ તડ મહેનત કરવાની છે. આ સમય સ્પર્ધાને છે. જે સ્પર્ધામાં જયવંત થશે તેનું જીવન ટકી શકશે એટલું સૂત્ર ધ્યાનમાં રાખી પિતાના સમાજમાંથી વધારેમાં વધારે જેટલા સભ્યો તૈયાર થઈ શકે તેને તૈયાર થવા ધા-કેાઈને પણ બંધને– જે બંધને ભલે એકવાર મહા કલ્યાણકારી હોય-થી અટકાવો નહીં. જો આમ થવા પામશે તેજ આપણે-આપણો ધર્મ-જગતના મહાન ધર્મોની હરોળમાં રહેવા પામી શુંપામશે.–એટલું સ્મરણમાં રહે કે, આપણે એક નાની વાત બરાબર પચાવીશું, તે આપણું આ ગુંચવણ ભર્યા સવાલને નિવેડો આવી જશે. આ નાની વાત આ છે: એક નીતિશાસ્ત્રના લખાણથી જે નીતિની છાપ જગત ઉપર પડી શકે છે એવું આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ, તે જે સર્વજ્ઞ ભગવાનના અમૃત વચનોની અસર અમૃત જ ઉપજાવવાની છે. તેના પ્રકાશનથી પ્રતિકુળ ફળ આવવાને વિચાર કે કલ્પના કરવી એ પણ શ્રી ભગવાનની Page #29 -------------------------------------------------------------------------- ________________ વાણીના અનંત પરાક્રમો નહીં સમજવારૂપ આપણું મૂઢતાજ ગણાય. અમે આ પ્રકારે અત્યારના જમાનાના બદલાયેલા સંજોગો જોઈનેજ આગમ પ્રકાશનનું કામ હાથ ધર્યું છે. અમે એમ માનીએ છીએ કે, અમે જે યીંચિત મહેનત કરવા પ્રેરાયા છીએ તેમાં અમારી તે જિનેશ્વરે પ્રત્યેની ભક્તિ છે. અમારી ભક્તિ એવી છે કે, તે કૃપાળુ પુરૂષોના વચનામૃત, વિપરીત રીતે અમારા તરૂણો પશ્ચિમ ભણીના લેખકેથી ન સમજે, એટલું જ નહીં; પણ અમારા તરૂણો તે પ્રભુના વચનો યથાયોગ્ય રીતે જગત આગળ મૂકી શકે તે માટે અમારાથી બની શકે તેટલે સરળ માર્ગ કરી દેવો. અમારી ભક્તિને આ પ્રકાર અમને પ્રિય લાગે છે. આ પ્રસંગ પરત્વેની અમારી દલીલોને આટલેથીજ પતાવી છેવટે એટલું જ વિનવીએ છીએ કે, “ગૃહસ્થથી આગમનું વાંચન થાય નહીં.” એવી માનીનતાને દઢપણે વળગી રહેવામાં શ્રી જિનપ્રભુના શાસનને લાભ છે કે, તે માનીનતામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી બદલાએલા સંજોગો જોઇ, અવકાશ આપવામાં લાભ છે તેને વિચાર કરી જશે, અને જે એમ ખાત્રી થાય કે તેવો અવકાશ આપવામાં લાભ છે તે અમારો ઉત્સાહ વધારવાને માટે આપનાથી બને તેટલું કરશો. આ ચર્ચા પરથી જૈનસમાજ જોઈ શકશે કે, જે શ્રી પ્રભુના મુખ વચનરૂપ આગમોનું પ્રકાશન જૈનશૈલીપૂર્વક હવે આપણે જગત સન્મુખ નહીં મૂકીએ, તો પશ્ચિમ ભણીના વિદ્વાનોથી જૈન સંબંધી લખાતા લખાણથી જૈનશાસનની હેલના થતી નહીં. અટકે. આવી હેલના થતી અટકાવવાનો એક ઉપાય આગમ પ્રકાશન કરવાને છે અને બીજો ઉપાય “ આગમનું વાંચન ગૃહસ્થથી પણ થઈ શકે.” એવી વિસ્તૃત માનીનતા કરવાનો છે. અને આવી વિસ્તૃત માનીનતા કરવામાં આપણે એટલા માટે વ્યાજબી ગણુઈશું કે, ચૈત્યવાસીઓના પ્રસંગોથી આગમ વાંચનના સંબંધમાં નિયમે, ઘડાયા હતા અને હવે ચત્યવાસીઓનો પ્રસંગ સર્વથા ગયો છે. આ કાર્ય કરવાનો વિચાર કરવામાં અમારી મુખ્ય લાગણી જૈનશાસનની હેલના થતી અટકાવવા સંબંધીનીજ છે. જૈનશાસનની થતી હેલના અટકાવવા માટે, તેમજ જૈન પ્રજા પ્રત્યે દીલજી ધરાવનાર અસાધારણ પુરૂષોના ઠપકાઓથી જૈન પ્રજાને મુક્ત કરવાના અનેક ઉપાયે માને એક ઉપાય, ગૃહસ્થને આગમના વાંચનને પ્રતિબંધ હવે બદલાયેલો સંજોગોમાં ન જોઈએ તે હોઈ અમે આવાં અભિપ્રાય પર આવ્યા છીએ. શ્રીમંત ગાયકવાડ સરકાર સર સયાજીરાવ મહારાજ જૈન પ્રજા પ્રત્યે પૂર્ણ દીલજી ધરાવનાર પુરૂષ છે. તેઓને આપણા ધર્મ અને આપણા સિદ્ધાંત પ્રત્યે બહુ પ્રેમ છે. છતાં આપણી ઉપેક્ષાઓ માટે તેઓ બહુ ખેદ ધરાવે છે. તે નામદારે જૈન પ્રજા જોગ લખેલા એક સંદેશાને નીચેનો ભાગ આપણને દિવસોજી પૂર્વક ઠપકે આપનાર છે. નામદાર મહારાજ સાહેબ લખે છે કે – ; . Page #30 -------------------------------------------------------------------------- ________________ But I am sorry to miss in your programme any provision for research work in your history and sacred books. The history and tenets of your creed are hardly known to non-Jains beyond the narrow circle of a few oriental scholars. It was believed for centuries by all outsiders that Jainism was an offshoot of Bud. dhism and its study was neglected on account of this belief. And who dispelled this misunderstanding ? Not the members of your community. A German scholar was required to announce to the world that Jainism was independent of Buddhism and was able to prove that your 23rd Tirthankara was not a mythological personage and that he lived as early as 700 B. C. I do not hereby mean to say that there are not learned men among you. I know full well that there are a good many who are well-versed in all the details of your abstruse philosophy and subtle intricacies of logic. But the critical and historical faculty and a wide acquiantance with the progress of science and modern thought is apt to be sadly wanting in all our priests and people. The age of blind belind belief is gone; and the world is not going to believe in anything on mere authority, however old it may be. You shall have have to establish by the concrete evidence of Science and sound reasoning that your religion antedates the Vedas, if it is to be accepted by the world of scholar-ship. પરંતુ તમારા કાર્યક્રમમાં તમારા ઈતિહાસ અને તમારા પવિત્ર સૂત્ર (Sacred Books) ની શોધ ખોળ માટે કાંઈ જોગવાઈ નથી રાખવામાં આવી એ જોઈ મને ખેદ થાય છે. થોડાક પાશ્ચાત્ય વિદ્વાનોની એક નાનકડી મંડળી શિવાય, અન્ય જનેતરોને ત. મારી જાતિના ઇતિહાસ અને સિદ્ધાંત ભાગ્યેજ જાણવામાં છે. ઘણા સૈકાઓ થયાં બહારનાં બધાં લકે એમ માનતાં હતાં કે, જૈન ધર્મ એ બોદ્ધ ધર્મની એક શાખા છે. અને આવી માનીતા સિવાય બીજા કોઈપણ કારણથી તેના (જૈનધર્મનો) અભ્યાસ તરફ બેદરકારી બતાવવામાં નહોતી આવી. અને આવી ગેરસમજુતી કેણે દૂર કરી ? તમારી કેમના સો એ નહી! શ્રદ્ધધર્મથી જૈનધર્મ એક જુદો અને સ્વતંત્રધર્મ છે એવું જગત સન્મુખ જાહેર કરવાને એક જર્મન વિદ્વાનની જરૂર પડી. અને તે (જર્મન - લર મી. જેકેબી ) એમ સાબીત કરવાને શક્તિવાન થયો કે, તમારા ૨૩મા તીર્થંકર એક દંતકથા રૂપ વર્ણવેલા પુરૂષ નહોતા, પરંતુ તેઓ ઇ. સ. ની પૂર્વે ૭૦૦ વર્ષે એક વિદ્યમાનતા ધરાવનાર પુરૂષ હતા. આ ઉપરથી હું એમ કહેવા માંગતો નથી કે, તમારામાં વિદ્વાન પુરૂષો નથી. હું જાણું છું કે તમારા ગુઢ તત્ત્વજ્ઞાનની અને ન્યાયની ગુંચવણ ભરી બારીકીઓની દરેક હકીકત જાણનારા ઘણું પુરૂષ છે; પણ આપણે બધાં ધર્મ ગુરૂઓમાં Page #31 -------------------------------------------------------------------------- ________________ ટ અને લોકોમાં, ટીકાત્મક અને ઐતિહાસિક જ્ઞાનને અને વિદ્યાની પ્રગતિ અને આધુનિક વિચારનો ખેદ ઉપજાવે તેટલે અપરિચય છે. અંધશ્રદ્ધાનો જમાનો હવે જતો રહ્યો છે. દુનિયા માત્ર શાખ ઉપરજ ગમે તેવું માને તેમ નથી. જો વિદ્યાવાન જગતને મનાવવું હોયતે વિદ્યા (Seeince ) ના પ્રત્યક્ષ પ્રમાણથી અને સંગીન દલીલથી તમારે સિદ્ધ કરવું પડશે કે, તમારે ધર્મ વેદ કરતાં પ્રાચીન છે.” નામદાર ગાયકવાડ સરકારના આ હિતરૂપ ઠપકાથી આપણે કેટલું બધું શીખવાનું છે. નામદાર ગાયકવાડ કહે છે તે પ્રમાણે થવા માટે શું એટલું જરૂરનું નથી કે, વિદ્યા (Science) અને આધુનિક વિચાર (Modern thought)થી સહવાસી એવા ગૃહસ્થ વર્ગને આગમનું વાંચન પ્રતિબંધિત ગણવું ન જોઈએ ? અને જે પ્રતિબંધિત ગણુએ તે આપણને હજુ જૈનતર સૃષ્ટિથી ઘણું સહન કરવું પડશે? આગમને ભરમ ખુલ્લો થઇ જતાં માહાસ્ય ઘટવાને સંભવ છે કે વધવાના ? જૈન ઈતિહાસ લખવાનું સાથી બળવાન સાધન આગમજ છે. સ્થિતિચુસ્ત જૈનપ્રજાને અને અમારી સાહસ પ્રકૃતિ માટે પ્રશંસાભાવ ધરાવતાં છતાં કેટલાક મિત્રોને એવો ખ્યાલ છે કે, આગમપ્રકાશન થવાથી આગમને માટે જૈન પ્રજામાં જે તેને માટે ભરમ છે, અને ખરી રીતે આગમને લઈને જૈન પ્રજાનું ધર્મજીવન ટકી રહ્યું છે તે ખુલ્લો થઈ જશે, અને તેથી તેનું માહાન્ય ઘટી જશે. માહાત્મ્ય ઘટી જવાનો ભય રાખનારા મનુષ્ય બે પ્રકારનાં છે. એક પ્રકારનાં મનુષ્યો એવા છે કે, જેઓ એમ માને છે કે, આગમનું જ્ઞાન એટલું બધું સૂક્ષ્મ છે કે, તે વાંચવાને ઉત્તમોત્તમ અને બળવાન શ્રાવક હોય છતાં તે પાત્ર હોઈ ન શકે. આથી ઉલટું, બીજા પ્રકારનાં મનુષ્પો એવાં છે કે, જેઓ એમ માને છે કે, આગમની રચના એવા પ્રકારની છે કે, વર્તમાનમાં જે તેનું વાંચન શ્રવણું સંપૂર્ણ છુટથી થાય તે તરૂણ જમાને તેથી અશ્રદ્ધાળુ બને તેમ છે. ભૂગોળ, ખગોળ, નરકસ્વર્ગના સ્વરૂપ અને બીજી કથાઓને પ્રકાર આગમને વિષે એવા પ્રકારને, આ બીજા પ્રકારના વર્ગના સભ્યો માને છે કે, જરૂર તરૂણ જમાનાને જૈન ધર્મ ઉપર શ્રદ્ધા છે તે પણ ઓછી કરી નાંખશે. આ રીતે બે સામસામી દિશાવાળા મનુષ્યો છે કે, જે આગમપ્રકાશનથી: (રમ ખુલે થઈ માહાતમ્ય ઘટી જવાનું માને છે. આ સંબંધમાં કંઇક ખુલાસાની અપેક્ષા રહે છે. જ્યાં સુધી અમારું અવલોકન પહોંચે છે ત્યાં સુધી આગમની વસ્તુસ્થિતિ એવા પ્રકારની છે કે, તેને વિષે દ્રવ્યાનુયોગ ( Metaphysics ) ગણિતાનુગ ( Mathematics ), ચરણનુયોગ ( આચારવિષયક વિભાગ ) અને ધર્મકથાનુયોગ (જેની અંદર ઐતિહાસિક અને ૨ બધ સાથે જ્ઞાન ગોઠવ્યું છે તે ) એ ચાર ધર્મશાસ્ત્રના વિભાગો એક બીજાં મિશ્ર થઈને કહેવાયાં છે કે, ધર્મના સિદ્ધાંત ( Principles ) જેવી રીતે, હમણાની પદ્ધતિના ભૂમિતિ કે તેવાં વિજ્ઞાનવિષયક ( Seeintific ) શાસ્ત્રના સિદ્ધાંતો પિતાના સ્વતંત્ર સ્વરૂપમાં બહાર પડે છે તેવા સ્વતંત્ર સ્વરૂપમાં ન દેખાય; એટલે કે માત્ર બેધઅર્થે કરેલી ધર્મકથાનુયોગની વાતો પણ સિદ્ધાંતે ( Principles ) ની સાથે ભેળવેલી છે કે, Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપલક દષ્ટિને એમ લાગી આવે છે, તે વાંચીને તરૂણ જમાનો અશ્રધાળુ બની જાય, અને જે ભરમપૂર્વક આગમનું માહામ્ય અત્યાર સુધી જળવાયું છે તે જળવાય નહીં. જેઓની ઉપલક દષ્ટિ નથી, પણ ઐતિહાસકિ અનુભવદષ્ટિ અને પૃથક્કરણ દષ્ટિ (An anlylical eye ) છે તેઓને કદાપિ પણ આમ ન લાગતાં, એમજ અનુભવ થાય કે, સિદ્ધાંત ( Principles ) અને ધર્મવાર્તાઓના મિશ્રણ પૂર્વક લખાએલા શાસ્ત્ર, ખીલવણી પામેલા મનના વિદ્વાનોની નજર આગળ મૂકવામાં આવતાં, તેઓ એ ચારે અનુયોગને જુદા પાડી પ્રત્યેકને સ્વતંત્ર આકારમાં મૂકી, પ્રત્યેક અનુગનું અદ્ભુત માહાત્મ્ય તેના ખરા સ્વરૂપમાં જગતને બતાવી શકશે. વેદમાન્ય શ્રીમદ્ભાગવતનો દાખલો લઈએ. શ્રીમદ્ભાગવતની અંદર શ્રીકૃષ્ણ મહારાજની લીલા વગેરેનો પ્રસંગ છે. એ પ્રસંગ એટલીબધી માનસિક ક૯૫નાઓ અને વિષયક કહ૫નાઓથી ભરપુર છે કે, ઘણા માણસોને અને તેમાં પણ નવા જમાનાના માણસને શ્રીકૃષ્ણને પ્રસંગ કલ્પિત લાગે છે. એટલું જ નહીં પણ તેમાંના કેટલાક એવા પ્રકારે માને છે કે, એ કથારચના નીતિનું ઘેરણ હલકું કરનારી છે. આ વાતને અનુભવ ઘણુઓને હોવાનો સંભવ છે. આવી સ્થિતિ છતાં શ્રીકૃષ્ણનું ખરું માહાત્મ્યઅર્થાત તે પુરૂષ થયા હતા અને તે એક ઉત્તમોત્તમ પુરૂષ હતા–કાઈ જાના વિચારના વિદ્વાન બતાવી શક્યા નહોતા. તેનું ખરું માહામ્ય બતાવનાર નવા જમાનાના અગ્રેસર વિદ્વાનેજ છે. બંગાળના મીસિંહ નામના એક સમર્થ વિદ્વાને શ્રીમદ્ ભાગવતને કેવા સ્વરૂપમાં સમજવા યોગ્ય છે અને શ્રીકૃષ્ણ એ કેવા પ્રકારે હતા તેનું જે સ્કુટન કર્યું છે તે એવું ઉત્તમ છે કે, બંગાળા કે જેની અંદર એક વખત શ્રીકૃષ્ણને એક કલ્પિત પાત્ર માનવામાં આવતું હતું તેને બદલે આજે ઐતિહાસિક પાત્ર તરીકે માની તેનું માહામ્ય ગાવામાં આવે છે. પ્રખ્યાત લેખક બાબુ બંકિમચંદ્ર શ્રીકૃષ્ણનું જીવનચરિત્ર એવું ઐતિહાસિક દષ્ટિએ લખ્યું છે કે, આજે બંકિમચંદ્રની દૃષ્ટિએ જ શ્રીકૃષ્ણને એક અનુકરણીય ઉત્તમોત્તમ ઐતિહાસિક પુરૂષ માનવામાં આવે છે. આ રીતે કેળવાયેલા વિદ્વાનો પાસે વાર્તાના મિશ્રણ સાથે લખાએલ તરવજ્ઞાન મૂકાતાં તેમની અશ્રદ્ધા થઈ ભરમ ખુલ્લે થતાં માહામ્ય ઘટી જતું નથી. એથી ઉલટું એ વિદ્વાનો પિતાની સમર્થ શક્તિ વડે, પૃથકકરણ કરી વિચારો અને સિદ્ધાંત (Tenets and Principles) જુદા પાડી તેને સ્વતંત્ર સ્વરૂપમાં મૂકી, જગતને ખરું ભાન કરાવે છે. - બાબુ બંકિમચંદ્ર અને મી. સિંહના પ્રયત્નો જોઈને, જેઓ એવો ભય રાખે છે કે, આગમપ્રકાશનથી ભરમ ખુલો થશે તેને ખાત્રી થવી જોઈએ કે, જૈનાગમ વિદ્વાને પાસે મૂકાતાં અત્યારે જે શ્રદ્ધાપૂર્વક માહાભ્ય છે તેના કરતાં પરીક્ષાપૂર્વક માહામ્ય વધ્યા વિના નહીં રહે. પૃથ્વી ગોળ છે એવો અત્યારના ખગોળને સિદ્ધાંત સાબીત થઈ ચૂકેલે હેઇ, બીજા ધર્મોની ખગોળોની પેઠે, જિનાગમમાં દર્શાવેલ ખગોળાદિના સ્વરૂપો અસંભવિત માની, તરૂણ જમાને અશ્રદ્ધાળુ બનશે, એવી એવી બીજી કેટલીક દલીલો કરવામાં આવે છે. આના સંબંધમાં જણાવવાનું કે, વર્તમાન ખગોળવિદ્યા કરતાં પ્રાચીન ગ્રીક ખગોળવિદ્યા બહુજ જુદી પડે છે. છતાં પ્રાચીન ગ્રીક ખગોળવિદ્યાનો જે શાસ્ત્રીય અભ્યાસ વિશ્વવિદ્યાલય Page #33 -------------------------------------------------------------------------- ________________ (યુનિવર્સિટી)માં કરાવવામાં આવે છે તેથી પ્રાચીન ગ્રીક ખગોળવિદ્યાના સંબંધમાં લેકને નઠારી અસર થતી નથી. પરંતુ એથી ઉલટું, એ અભ્યાસથી તરુણે એવા સુંદર વિચાર ઉપર જતાં શીખ્યા છે કે, ઘણાં જુના સમયમાં પણ ગ્રીકે ખગોળજેવા વિષયમાં કેટલા આગળ વધવાને પરિશ્રમિત હતા. બીજા શબ્દોમાં કહીએ તે પ્રાચીન ગ્રીક ખગોળવિદ્યાની પ્રગતિ ( Progress ) જોઇને તેઓ ચકિત થઈ જાય છે. આ ખુલાસાઓમાં અન્યત્ર જિનાગમ સંબંધમાં પ્રોફેસર વેબરે જર્મન ભાષામાં જે નિબંધ લખ્યાનું. કહેવામાં આવ્યું છે. અને જે નિબંધમાં કેટલેક સ્થળે જૈનોની વિરૂદ્ધ લખ્યાનું જણાવવામાં આવ્યું છે, છતાં જે નિબંધ બહુ વિદ્વતા ભરેલ ગણી તેનો ઉત્તર આપનાર અત્યારની જૈનસમાજમાં કાઈકજ હોય એમ કહેવામાં આવ્યું છે એ નિબંધમાં છે. વેબરે જૈન ખગોળ વિદ્યાના સંબંધમાં કહ્યું છે કે “આવા પ્રકારનો વિશેષ પુરાવો મેળવવા આપણે હવે ખગોળવિદ્યા અને જ્યોતિષ સંબંધી વિચારીશું. આ શાસ-જૈનખગોળશાસ-ગ્રીક ખગોળવિદ્યાની પ્રમાણભૂત છાયાથી પ્રાચીન છે બલકે ઓછામાં ઓછી રીતે કહીએ તે સર્વ બાબતમાં ગ્રીકવિવાથી સ્વતંત્ર છે.” જૈનની ખગોળ આદિ વિદ્યાઓ, વર્તમાન વિદ્વાન પાસે મૂકાતાં તેના પૂર્વના પરિકમનો ચમત્કાર દષ્ટિગોચર થવાનો પ્રસંગ આ રીતે, આગમપ્રકાશનથી થશે. જૈનેનું સૂક્ષ્મ જંતુશાસ્ત્ર (Biology) વગેરે શાસ્ત્રોક્ત વિદ્યાઓ પ્રકાશ પામી વર્તમાન વિદ્વાનો તેનું માહામ્ય ગાતાં શીખશે. આ સઘળા લાભો ઉપરાંત જે મોટામાં મોટો લાભ થશે તે જૈન ઈતિહાસ લખવાનું મુખ્યમાં મુખ્ય સાધનજિનાગમતે વર્તમાન ઇતિહાસકારોના હાથમાં મૂકાવાથી જૈનઇતિહાસ તેના ખરા સ્વરૂપમાં મૂકાઈ શકશે. જિનાગમ કે જે અર્ધ માગધી ભાષામાં લખાએલા છે તેના ગુજરાતના અદ્વિતીય અભ્યાસી સાક્ષર શિરોમણી શ્રીયુત કેશવલાલ હર્ષદરાય ધ્રુવ જિનાગમને જૈન ઇતિહાસ લખવાનું મુખ્ય સાધન માને છે. તેઓના અમારા ઉપરના નીચેના પત્રથી તે વાત જણાશે – અમદાવાદ, તા. ૯ મી સપ્ટેમ્બર, ૧૯૧૩. ૨. રા. મનસુખલાલ રવજીભાઈ મહેતા, શ્રીજિનાગમ પ્રકાશક સભાના માનદ કાર્યભારી, - માણેકચોક. જનસાહિત્યમાં પ્રાધાન્યતા ભોગવતા ૪૫ આગમ સંસ્કૃત ટીકા અને ગુજરાતી અનુવાદ સાથે છપાવવાની તમારી વેજના આદરને પાત્ર છે. બીજા ધર્મોની પેઠે, જૈન ધર્મમાં પણ અનેક વિભાગ અને પેટા વિભાગ છે તે તરફ ઢળી ન જતાં આગમની મૂળ શુદ્ધિ અપક્ષપાતની દૃષ્ટિથી જળવાવાની કેટલી આવશ્યકતા છે તે આવાં કામ માથે લેનારની જાણબહાર ન હોવું જોઈએ. અનુવાદમાં એવી તટસ્થતા તેથી પણ વધારે અગત્ય ધરાવે છે. જૈનધર્મને સર્વમાન્ય ઇતિહાસ રચવાની સામગ્રી જૈનસાહિત્ય છે. માટે તે સમગ્ર વિશ્વાસ પાત્ર રૂપમાં બહાર પડવાની બહુ જરૂર છે. પિસ્તાળીશ આગમ એ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઇતિહાસની ઈમારતના મૂળ પાયા છે. તે જોતાં તમે જે કામ આરંભવા ધારે છે તે બહુ મહત્વનું છે. તમારા મહારભમાં હું તમને ધર્મલાભ ઇચ્છું છું. લી. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ. શ્રીયુત કેશવલાલભાઇ જેવા સમર્થ વિદ્વાન જે આગમને જૈન ઇતિહાસની ઇમારતના મૂળ પાયારૂપ ગણે છે તે તદન સત્ય છે તેના પુરાવા તરીકે એક દાખલા કીથી પ્રેાફેસર વેબર સાહેબના તેજ જર્મન નિબધમાંથી લઇએ. આરબ લેાકેાના સબંધમાં જિનાગમ શું પ્રકાશ પાડે છે તે બતાવતાં વેબર સાહેબ લખે છે કે, ** “ વળી, આપણે વિદેશીય એટલે અનાર્ય લેાકેા કે જેને ઉલ્લેખ વારંવાર અંગા અને ઉપાંગામાં કરવામાં આવ્યા છે તેના સંબંધમાં ખેલવુ જોઇએ. આના ઉલ્લેખ માદીત ખાત્રી સાથે આપણને ઇસ્વીસનના ખીજા સૈકાથી ચેાથા સૈકા સુધીના કાળનું ભાન કરાવે છે. આ કાળ પ્રાચીનત ૫ હાઈ તેમાંજ અનાર્ય લેાકાના ઉલ્લેખ હાઈ શકે. જ્યારે પ્રચલિત ગ્રંથા પાછલા વખતના વખતે હોય. ઉપરોક્ત લેાકેાની કરેલી યાદીમાં આરબ લેાકેાનું નામ આરવ એ નામથી આપેલું માલમ પડે છે. આ નામ હિંદ્યમાં બીજે કયાંય માલુમ પડતુ હાય એવુ' હજી સુધી શાધાયુ નથી.” આ રીતે, જૈન માર્ગ, પેાતાનેાજ ઇતિહાસ લખવામાં જિનાગમની મદદ મેળવી શકે એટલુજ નથી, પણ આખા હિંદના પ્રાચિન ઇતિહાસ લખવામાં એક જબરૂ સાધન થઇ પડી, રાષ્ટ્રીય ઇતિહાસકારાને પણ આભાર નીચે મૂકે તેવાં સાધન પુરાંપાડી શકે તેમ છે. Imperial Gazetteer (શહેનશાહી ગેઝીટીયર ) ના ૧૯૦૭ ના પહેલા પુસ્તસ્તકમાં જૈન માર્ગના ઈતિહાસ લખાવામાટે જૈન સાહિત્યના ભાષાંતરાની અને શેાધખેાળાની બહુ જરૂર છે એમ જણાવતાં નીચે પ્રમાણે ટીકા કરી છે: “ It is only in recent years that the vast and intricate literature of Jainism has been partially explored, and there is still much to be done in the way of translation and investiga. tion before the History of the Order can be written. This ignorance of the real nature of its teachings is perpaps one cause of the contempt which the Order has excited among some western scholars. " “ છેલાં ઘેાડાંજ વર્ષોથયાં પુષ્કળ અને સૂક્ષ્મ એવું જૈન ધર્મનું સાહિત્ય થાડુંક શેાધાયું છે અને તે માર્ગને ઇતિહાસ લખાવા પૂર્વે હજી ભાષાંતરરૂપે અને શેાધ ખેાળરૂપે ઘણું કરવાનુ છે. તેના (જૈન ધર્મના) શિક્ષણુના ખરા રહસ્યની અજ્ઞાનતા કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનેથી તે ધર્મના તિરસ્કાર થયેા છે તે કદાચ્ કારણ છે. ” શહેનશાહી ગેઝીટીયરે જે વિચારો બતાવ્યા છે તે જ પ્રકારના વિચારે અમેએ ગૃહસ્થાને આગમના વાંચનની બદલાયલા સંજોગામાં જરૂર છે તે માટે કરેલી ચર્ચામાં બતાવેલા જોયામાં આવશે. જિનાગમનું પ્રકાશન થયા બાદ તેનુ પૃથકરણ શાસ્ત્ર (Analytical science ) અને ટીકાત્મક અભ્યાસ “ (Critical study)થી ભવિષ્યમાં લાભ થઈ જૈન માર્ગનું Page #35 -------------------------------------------------------------------------- ________________ 63 મહાત્મ્ય વધવાના સંભવ છે. અહીં જો એમ કહેવામાં આવે કે ભવિષ્યની વાતને આધારે શામાટે અત્યારે બાળ જીવામાં અશ્રદ્ધા ઉત્પન્ન થવાના ભય ખેડવા પડે, તે તેને માટે અમે કહેવા રજા લઈએ છીએ કે તેવા ભય ખેડવા પડશે તેવી બીક રાખવાની કાંઇ જરૂર નથી એ નીચેના પ્રમાણેાથી જણાશેઃ— જૈન સૂત્રેાની અંદર તેા સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન અને સૂક્ષ્મ વિજ્ઞાનવિદ્યા ધર્મકથાનુયાગના મિશ્રણ સાથે છે, પરંતુ ક્રીશ્રીઅન ધર્મનું ધર્મશાસ્ત્ર બાઈબલ કે જેની મ ંદર, તે જે સમયે લખાયું તે વખતના લેાકેાની નીતિએની વ્યાખ્યા પ્રમાણે નીતિની કથાઓના પ્રસ ંગા અને નીતિના કેટલાંક વચને છે; છતાં તેના માનનારાએની અશ્રદ્દા થતી નથી. જો તત્ત્વજ્ઞાનીઓને તેને માટે સમાલાચના કરવાનું કહેવામાં આવે તે તેને ભાગ્યેજ તેવિદ્યાવિષયક (Scientific) ગ્રંથ તરીકે ગણે; એટલુંજ નહી પણ અત્યારની કેળવણી પામેલાએને તે વખતે એટલે સુધી લાગો આવે કે તેવા ગ્રંથ અત્યારની વિદ્યાથી સંસ્કારિત થરેલ કાઈ પણ સાધારણ લેખક પણ લખી શકે. આમ લાગે તેવું છતાં અત્યારે બાઇબલની શ્રદ્ધામાં રહેનારા માણસાની સંખ્યા કૈટલી છે ? દુનિયાની વસતીને લગભગ અર્ધોઅરધ ભાગ એટલે કે ૬૦ કરોડ મનુષ્યેા છે. અત્યારના સંસ્કારો વાળા માણસાને ગમે તેમ લગે છતાં એ બાઇબલની એધ શ્રદ્ધામાં રહેનાર કેવા કેવા પુરૂષા થયા છે ? ઇગ્લેંડના મરહુમ પ્રધાન મી. ગ્લેડસ્ટન બાઈબલના ભક્ત હતા; ઈંગ્લેંડના રાજકવિ લોર્ડ ટેનીસન પણ તેજ વર્ગના માણસ હતા. અને તેવા અસંખ્ય વિદ્વાનેા તેને માનનાર હતા અને છે. આનું કારણ શું ? જે ગ્રંથ એક સામાન્ય લેખકની કલમથી લખાઇ શકાવા યેાગ્ય છે તેને આવા મેાટા વિદ્વાનો ક્રમ ભક્તિપૂર્વક માનતાં ? અને માને છે ? માત્ર તે વચનાની સાદી અને સરળ ભાષાથી કાંઇ આધ શ્રદ્ધા એછી થતી નથી. વારસારૂપે જન્મેલી એધ શ્રદ્ધાથી તેને તે વિદ્વાના એક પવિત્ર ગ્રંથ તરીકે માનતાં અને માને છે, આથી પણ આશ્ચર્ય ઉપજાવનારી બીના છે. રાઈસ ડેવીસ નામના આધમાર્ગના શાસ્ત્રના સમર્થ અભ્યાસી આધ ધર્મના સિદ્ધાંતના ઉંડા જ્ઞાન છતાં ખાઇબલના ભક્ત હતા. વેદશાસ્ત્રના અભ્યાસી અને આપણા જૈનત્રાના અંગ્રેજીમાં તરજુમેા કરવાની શ્રેણી ( Sacred Books of the East) ને અધિપતિ પ્રોફેસર મેક્સમૂલર અને અત્યારે વિદ્યમાનુ પ્રાફ઼ેસર હર્મન જેકાબી જૈનશાસ્ત્રાના અભ્યાસી હતાં બલ્ખલની એધ શ્રદ્ધા તળે છે. આ શું બતાવે છે ? પાને જે પુરૂષને વિષે એધ શ્રદ્ધા આધશ્રદ્ધા વારસારૂપે ઉતરેલી છે તે આધ શ્રદ્ધા મનુષ્યામાં મનુષ્યા ભાગ્યેજ તેનાથી સ્વતંત્ર થાય છે. એ એધ શ્રદ્ધાળુ ગ્રંથકૃતિ એક સામાન્ય વિદ્વાન લખી શકે તેવી છે કે ગંભીર તત્વજ્ઞાનવાળી છે તેના વિચાર ન કરતાં, માત્ર પેાતાની એધ શ્રદ્ધા ઉપર જીવે છે. જન્મથી કરેલી છે અથવા જે એવી ગાઢ થઇ જાય છે કે, મનુષ્યા પછી તે પુરૂષની ક્રીશ્રીઅન ધર્મના પુસ્તક માટેજ આમ છે એમ નથી. બધાં ધર્માને માટે આમજ છે. બહુ ધર્મના પુસ્તકાની રચના અને ધર્મ વાર્તાઓના પ્રસ ંગો લગભગ જૈનિયાનેને મળતાં છે, છતાં ખાદ્ધધર્મીએ કાં પાતાના શાસ્ત્રથી અશ્રદ્ધાળુ નથી થતાં ? Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કુરાનને માટે દાખલા લ્યેા. તે પણ આવેાજ અનુભવ થશે. શ્રીમદ્ ભાગવત જેવાં માત્ર કલ્પનાની મૂર્તિરૂપ લાગતાં પુરતા વાંચીને લેાકેા ક્રમ અશ્રદ્ધાળુ થવાને બદલે 'કિમચંદ્ર અને બાબુ સિંહ જેવા પુરૂષો ઉત્પન્ન કરે છે કે જે શ્રીમદ્ ભાગવતનું ખરૂં સ્વરૂપ સમજાવી જગત્ને ચકિત કરી દે છે ? પોતપોતાના ધર્મવાળા આવા પુસ્તામાં શ્રદ્ધાથી રહે છે એટલુંજ નહીં, પરંતુ ખીજાં દર્શને અને ધર્માંવાળાં, પ્રાચીન ગ્રંથેાની સાદી અને કલ્પનાએ ભરેલી રચના લાગે છતાં તેના જે મૂળ પુરૂષ તેના પ્રત્યે મેટાં માન અને શ્રદ્ધાથી જુએ છે. જુએ. આજે યુરોપ અમેરિકામાં એકલા ખાઇબલના પ્રણેતા પુરૂષ જીસસ ક્રાસ્ટનેજ એકલા મહાત્મા તરીકે સ્વીકારતાં નથી. ત્યાંના લેાકેા, શ્રીમહાવીર સ્વામી, યુદ્ધ મહારાજ, ક્રાઇસ્ટ, મહેમદ પેગમ્બર, જરથાસ્થ, શ્રીકૃષ્ણ આદિ પુરૂષાને અસાધારણ પુરૂષા તરીકે ઓળખી તેમને માન આપે છે. જો આ પુરૂષોની ગ્રંથકૃતિઓની ઉપલક રચનાજ જોઇ હાત તા કદાપિ તેને તેવા અસાધારણ પુરૂષા તરીકે માનત નહીં. તેએના હૃદયા જોઇ તેમને અસાધારણ પુરૂષા માન્યાં છે, અને માને છે. આ ઉપરથી, ત્રાની બાહ્ય રચનાએ જેએને સાદી લાગતી હોય અને તેથી તેને ભરમ છે તેમ કાયમ રહેવા દેવા જોએ એમ જેએ માનતાં હેાય તે જોઇ શકશે કે, તેઓ ભય માત્ર એક કલ્પનારૂપે છે. એ ભગવાનના વચનેાનુ આંતર્સ્વરૂપ એવુંજ ઘટે છે કે, જે કાઈ દહાડા અશ્રદ્ધાળુ ન બનાવે, પણ પરમ ભક્ત બનાવે; એમ અમારી તે પાકી પ્રતીતિ છે. અમે ઉપર બાઇબલ સંબધી હકીકત દારી છે તેથી . અમને ખાટા સ્વરૂપમાં સમજવામાં નહીં આવે એમ અમે માનીએ છીએ. અમારે અભિપ્રાય માઅલને સર્વથી વિશેષ ઉપકારક છે એમ મનાવવાના નથી. પરંતુ અમારૂં કહેવાનું રહસ્ય એમ છે કે, માઈબલ એ સામાન્ય નીતિનું અને દંતકથાનું પુસ્તક લાગે તેવું છે છતાં સ્વધર્મની આધ શ્રદ્ધાથી જે તેને માનનારાઓ છે તે તેની સાદી રચના જોઇનેજ અશ્રદ્ધાળુ થઈ જતાં નથી ત્યારે જૈનસૂત્રેા તેા વિજ્ઞાન વિદ્યા ( Science ), તત્વજ્ઞાન ( Philosophy) અને નીતિ — Morality )થી ભરપુર છે, તેની બાહ્ય પદ્ધતિથી માહાત્મ્ય ઘટવાના મુદ્દલજ સંભવ નથી. આ રીતે આગમ પ્રકાશનથી બાળજીવાની દૃષ્ટિમાંથી માહાત્મ્ય ઘટવાના ભય રાખવેા અસ્થાને છે એમ જોવામાં આવશે. જ્યારે આગમા વિદ્વાનેા પાસે મૂકાશે ત્યારે ઉપર વર્ણવેલા લાભા થવાનેા સારી પેઠે સંભવ છે, Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૫ આગમપ્રકાશનને અધીરજપૂર્વક આગ્રહ શા માટે? કેટલાક તરફથી અમને એમ કહેવામાં આવ્યું છે કે, આગમપ્રકાશનને અંગે લેકમત હજુ જોઈએ તેટલે તૈયાર નથી ? છતાં તમને તેને આગ્રહ શા માટે છે ? અમે કહીએ છીએ કે અમારે તે સંબંધીને આગ્રહ તે છે, પરંતુ તે ઉપલક દૃષ્ટિએ અવેલેકનારને અધીરજવાળો આગ્રહ લાગે તેવો પણ છે. અમારો આગ્રહ શા માટે છે તેને જોકે અમોએ અમારી તા. ૧-૮-૧૩ ની યાદીમાં ખ્યાલ આપ્યો હતો, પરંતુ તેથી જોઈએ તેટલી સ્પષ્ટતા સમાજના મન ઉપર થઈ હોય એવું અમને દેખાયું નહીં. અમારી ઉક્ત યાદીમાં અમોએ કહ્યું હતું કે “ અત્યાર સુધી જિનાગમનું શુદ્ધ પ્રકાશન બે કારણેથી યથાયોગ્ય પ્રગતિ પામ્યું નહોતું. એક તે આપણામાં વિદ્યાવિષયક ખીલવણી બહુ ઓછી હતી, અને બીજું આપણામાં રૂઢિબંદ્ધ એવા સંસ્કારો ઉતરી આવ્યા હતા કે, આગમ પ્રકાશન થાય નહીં. વિદ્યાવિષયક ખીલવણીના કારણે આ રૂઢિબદ્ધ સંસ્કારો આપણામાંથી ઘણું ઓછા થયા છે, પરંતુ સર્વથા તે ગયા નથી. જે ગતિપૂર્વક વિદ્યાવિષયક ખીલવણ દેશમાં થતી ચાલી છે તે ગતિપૂર્વક ચાલુ રહે તે ઓછામાં ઓછા પચીસ વર્ષ આ રૂટિબદ્ધ સંસ્કાર સર્વથા જવાને જોઈએ. આ પ્રકારે ૨૫ વર્ષ સુધી રાહ જોતાં, આવા કાર્યની સામે એક મોટો ભય આવી ઉભો રહે તેમ છે. ધર્મચુસ્ત વર્ગની એક એવી ફર્યાદ ચાલુ થઈ છે કે, પશ્ચિમ ભણીની કેળવણીથી તરૂણ જમાનો નિવૃત્તિ માર્ગ કરતાં પ્રવૃત્તિ માર્ગે વિશેષ વધ્યો જાય છે. જે ગતિએ તે વધ્યો જતો માનવામાં આવે છે તે ગતિની ગણત્રી ધ્યાનમાં લેતાં, પચીસ વર્ષ પછી હમણાં કરતાં બહુપણે પ્રવૃત્તિ માર્ગે શું ચઢી ન જાય ? અને ચઢી જાય તે રૂઢિબંધ સંસ્કારે સર્વથા જાય ત્યાં આ નવો ભય આ મહાન કામની સામે આવીને ઉભો રહેવા શું સંભવ નથી ? આ દૃષ્ટિ લેતાં, અત્યારના સમયજ આ કાર્યને અંગે સર્વથી સારે છે, કારણ કે પશ્ચિમ ભણીની કેળવણી પામેલે વર્ગ હજુ નિવૃત્તિ અને પ્રવૃત્તિ માર્ગના સંસ્કારોની મધ્ય સ્થિતિમાં છે. ” જે દેશ, સમાજ કે ધર્મ, પિતાની ભવિષ્યની સ્થિતિને ઓછામાં ઓછા એક જમાના પહેલાં-અગાઉ, ખ્યાલ-માપ કરી શકે તેવા સંતાનો ઉત્પન્ન કરતાં નથી, તે દેશ, સમાજ કે ધર્મ પિતાના ભવિષ્યનું હિત સાચવવામાં અવશ્ય બેનસીબ રહે છે. દરેક દેશે, દરેક સમાજે અને દરેક ધર્મ પિતાને વિષે એવા સંતાનો ઉત્પન્ન થયેલા ઈચ્છવા જોઈએ કે જે અગાઉથી પિતાના ભવિષ્યના હિતાહિતની સ્થિતિને ખ્યાલ કરી લઈ તે પ્રકારનાં સાધન તૈયાર કરાવી શકે. - કોઈ પણ વિચક્ષણ-જૈનિને લાગવું જોઇએ કે, આપણી જૈન સમાજ અને ધર્મને વિષે એવાં સંતાને બહુજ અલ્પ જોવામાં આવે છે કે જે જૈન સમાજ અને ધર્મની ઓછામાં ઓછી એક જમાના પછીની સ્થિતિને ખ્યાલ-વિચાર–માપ અત્યારે કરી લઈ તે પ્રકારે તૈયારી કરી લેવા માટે સમાજને અગમચેતી આપતા હોય અમે અમારી ઉક્ત યાદીમાંથી જે ભાગ ઉપર ટાંગે છે તે સંબંધમાં પુખ્તપણે વિચાર કરનારી છેડીક સંખ્યા આપણામાં હોય તો ભલે એમ આ પ્રસંગ માટે બહાર આવેલા વિચારો પરથી અમને અનુભવ થયો છે. આપણી સમાજમાં જેઓ પિતાને અગ્રેસરો તરીકે ઓળખાવે Page #38 -------------------------------------------------------------------------- ________________ છે, અને સમાજ તેમ ઓળખે છે, તેમાંના કેટલાકના વિચારો અમારી પાસે આવ્યો છે, તે જોઈને અમને એમજ થાય છે કે અમારી સમાજને જે અગ્રેસરેથી દોરાવાનું સૂજિત થયું છે તે વીશમી સદીમાં છતાં ચાદમી સદીના વિચારોવાળા હોઈ અમને તે સમયના વિચારપ્રવાહમાં ચલાવવા મથે છે. આવી સ્થિતિ હોઈ, અમારા ભવિષ્યના હિતાહિતની અગમચેતી કરાવે એવા સંતાનોની અમારી સમાજમાં ક્યાંથી આશા રાખી શકીએ ? જેઓને સમગ્ર હિંદની પરિસ્થિતિ જોવાની ટેવ હશે તેઓને જોવામાં આવ્યું હશે કે દેશમાં એક છેડાથી બીજા છેડા સુધી કેળવાયલા વર્ગમાં એવો વિચાર બળવાનપણે વર્તી રહ્યા છે કે બીજી બધી બાબતનો ખ્યાલ બાજુ પર મૂકી, દેશના તરૂણને એવી કેળવણી આપે કે જેથી દેશની આર્થીક આબાદી થાય. વ્યવહારને અંગે આ વિચાર વર્તે છે એટલું જ નથી પણ પરમાર્થને અંગે પણ આજ પ્રકારનો વિચારપ્રવાહ થઈ રહ્યો છે. પરમાર્થ, ધર્માદા, પરોપકાર આદિ અર્થે જેઓ પોતાનું દ્રવ્ય વાપરવા માંગે છે તેઓ પણ દેશની આબાદી થાય તેવા પ્રકારે જનાઓ કરાવે છે. મરહુમ જમશેદજી તાતા, ડૉકટર રાશવિહારી ઘોષ, આદિ પુરૂષોએ જે બાદશાહી સખાવત કરી છે તે પણ આ દિશામાં જ કરી છે, અને આવીજ દિશામાં, પરમાર્થ અર્થે જેઓ દ્રવ્ય વાપરવા માંગે છે તેઓને વાપરવાની સલાહ આપવામાં આવે છે. ટૂંકમાં કહેવાને હેતુ એવો છે કે અત્યારે સર્વત્ર એવી બુમ (cry ) છે કે જેથી માનવ જાતિનું “ વ્યવહારૂ ભલું ” (practical good ) થાય તે રસ્તે ધર્માદ થવો જોઈએ. આગમ પ્રકાશનને માટે રકમ કાઢી આપનાર ગૃહસ્થ મી પુંજાભાઈ હીરાચંદને પણ આ જાતની અનેક સ્થળેથી ભલામણ થઈ હતી. વ્યવહારૂ ભલું ” ( practical good ) કરવાની અત્યારે જે બુમ છે તે બે કારણેથી દિનપ્રતિદિન વધતી જ જવાની. એક તે હદની આર્થીક સ્થિતિની નબળાઈ અને બીજું અત્યારની કેળવણીથી ધર્માદાની વિચારાયેલી પદ્ધતિ. અત્યારની ધર્માદાની એ પદ્ધતિ છે કે જેથી માનવ જાતને વ્યવહારમાં લાભ થઈ શકે તે ધર્માદે યોગ્ય છે. આ બે કારણોથી જ વ્યવહારૂ ભલું ” કરવાના સંસ્કારે એટલી હદ સુધી વધવા પામવાને અત્યારથી જ એ સંભવ દેખાય છે કે, જેમાં પ્રત્યક્ષ “ વ્યવહારૂ ભલું ' નહીં દેખાય એવા ધર્મકાર્યોને અંગે થતાં ધર્માદા ચંને ઉગતી પ્રજા માત્ર દ્રવ્યને ગેરવ્યય (mere waste of money) તરીકે જ ગણશે. અમે એમ કહ્યું કે જેનાથી પ્રત્યક્ષ હિત નહીં દેખાય એવા ધર્માદા ખર્ચને માત્ર દ્રવ્યને ગેરવ્યય ગણશે એવી હદ સુધી “વ્યવહારૂ ભલા ”( practical good ) ના સંસ્કારે ભવિષ્યમાં પહોંચશે. શા માટે ભવિષ્યમાં? અત્યારે પણ તેવા સંસ્કારો કયારનાય ઉત્પન્ન થઈ ચૂક્યા છે. અત્યારે થોડીક સંખ્યા કેળવણી પામેલા માણસોની છેઃ જયારે બીજા પ્રકારની એવી સંખ્યા છે કે આવા કાર્ય પાછળ થતાં ખર્ચને માટે અમને કહે છે કે આવા કાર્ય કરવામાં “ થોડુંક ભલું ” ( little good ) છે. એવા કામ પાછળ ખર્ચ કરવું જોઈએ કે જેથી “ વ્યવહારૂ હિત” ( practical god) એવું જોઈએ કે જેથી “વધારે ભલા ” (greater good ) ને નિયમ સચવાય. અર્થાત Page #39 -------------------------------------------------------------------------- ________________ અત્યારે એવા કેળવણી પામેલા માણસો મળી આવે છે કે જેઓ સાહિત્યવિષયક આદિ ધર્મ વૃત્તિઓમાં “થોડુંક ભલું ” જુએ છે અને જેમાં માનવ જાતને પ્રત્યક્ષ લાભ થાય તેવા કાર્યને વિશેષે ઈચછે છે. આ બીજા વર્ગના માણસો કરતાં જેઓ આવા પ્રકારના કાર્યને માત્ર દ્રવ્યને ગેરવ્યય ગણે છે એવાં માણસોની સંખ્ય થોડી છે. આ સંખ્યા ઘેડી છતાં તે હમેશાં વધતી જવાની, કેમકે પશ્ચિમ ભણીના દેશોમાં બુદ્ધિ ગ્રહણ કરે તેજ પ્રકારમાં સમાજનો વ્યવહાર હોય તેને ધર્મતરીકે ઓળખવામાં આવે છે. આવા પ્રકારના વાદને Rationalism કહેવામાં આવે છે. યુરોપ અને અમેરિકાની અંદર એવી અનેક સંસ્થાઓ ઉત્પન્ન થઈ છે કે જે માત્ર ધર્મ તેને કહે છે કે જે બુદ્ધિને ગ્રાહ્ય થઈ શકે. આ વિચારની ત્યાં એટલી બધી અસર થવા પામી છે કે કિશ્રીઅન આદિ કરોડો મનુષ્યોની સંખ્યા ધરાવતા ધમૅ ભયમાં પડયા છે કે આ નો વાદ, તેના (કિશ્રીઅન આદિ ધર્મોના ) પાયા હચમચાવી મૂકશે–ડામાડોળ કરી નાંખશે. આ નવા Rationalism વાદની હવા આપણા દેશમાં ક્યારની આવી પહોંચી છે. આપણા દેશના ઘણું કેળવાયેલા તરૂણો એ વાદને માન આપવા લાગ્યા છે, જ્યારે ધર્મવ દેને માત્ર ખ્યાલીવાદ (Sentimentalism) તરીકે ઓળખે છે. તે અત્યારે “ વ્યવહારૂ ભલા” (practical good) ના સંસ્કારો છે તે જ્યારે Ralionalism વાદના સહવાસી થઈ વર્ધમાન થવા માંડશે ત્યારે આપણું દેશમાં એવા ઘણા કેળવાએલા તરૂણો નીકળશે કે જે ધર્મસાહિત્યવિષયક ધર્માદા ખર્ચને “માત્ર દ્રવ્યને ગેરબૈય” ગણવાના. અત્યારે જે સ્વરૂપ આ વિચારનું જણા છે તે એક જમાના પછી વધીને કેટલું જશે તે, જેઓ “જગત વિચારોના અવલોકન કરનારાઓ” છે તે કહી શકે તેમ છે. આ અમેએ આલખેલું ચિત્ર નજરમાં રાખવાની ભલામણ કરી હવે એક બીજું ચિત્ર આલેખીએ છીએ. આપણા દેશમાં કેળવણી પામેલે વર્ગ (Educated class) બહુધા એ વિચાર ધરાવતો થયો છે કે વિચાર શુન્ય દુરાગ્રહી વિચારો ન જોઈએ. ખુદ નામદાર ગાયકવાડ સરકારે આવા ભાવમાં એક જન પરિષદને લખ્યું હતું. આગામલક ધર્મ વિચાર ન જોઈએ એવી ભાવના દિન પ્રતિદિન વધતી જાય છે; અને તે વધતી જવાની. આજ્ઞામૂલક વિચારો ન જોઈએ એથી આજ્ઞામૂલક ધર્મપરરૂચી ઓછી થવાની એ વાત બાજુએ મૂકી અત્યારે અમારે તે પ્રસંગ એટલા માટે દેરવો પડ્યો છે કે, દરામલી (Dogmatic) વિચારને નહીં સ્વીકારનાર આ કેળવાએલે વર્ગ. “આગમ પ્રકાશન થાય નહીં”, અથવા “ગૃહસ્થોથી આગમનું માત્ર શ્રવણ થઈ શકે, વાંચન થઈ ન શકે ” એવા વિચાર સ્વીકારવાની ના પાડે છે. આવા વિચારો ધરાવનાર વર્ગ એક જમાના (ત્રીશ વર્ષ ) પછી ઘણો મોટો વધી જવાને એ નિઃસંશય વાત છે. અત્યારના સંજોગો જોતાં એટલું તે તરત અનુભવમાં આવી શકે એવું છે કે આ પણે પશ્ચિમ તરફની કેળવણી લીધા વિના હવે કે રહ્યા નથી. આજે જે પ્રમાણમાં એ કેળવણી છે તે પ્રમાણુ કરતાં એક જમાના પછી તે કેળવણી ઘણી વધવાના દરેક સંભવ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ કટ આ વાત પણ સત્ય છે કે આપણા આધેડ અને વૃદ્ધોની જગેએ ત્રીશ વર્ષ (એક જમાનો-Generation) પછી તરૂણો આવશે. એ તરૂણાના હાથમાં સમાજ અને ધર્મ અને બીજી તમામ પ્રત્તિઓનો અધિકાર જશે. અમને એમ કહેવામાં આવે છે કે, કેળવણીના પ્રતાપે દુરાગ્રહી (Dogmatic ) વિચાર ઓછા થતા હોઇ, જ્યાં સુધી મોટી સંખ્યા દુરાગ્રહી- (Dogmatic) વિચારોથી પ્રતિકૂળ વિચારો ધરાવનારી થાય ત્યાં સુધી આગમ પ્રકાશનને વિચાર કરવાની અધીજ કરવી નહીં. અમને વળી એમ કહેવામાં આવે છે કે અત્યારે આજ્ઞામૂલક વિચારેના શ્રદ્ધાળુઓ “ આગમ પ્રકાશન થાય નહીં, શ્રાવકોથી આગમનું વાંચન ન થઈ શકે-શ્રવણ માત્ર થઈ શકે.” એવા વિચારો ધરાવતા હોઈ આગમપ્રકાશનની તરફેણમાં થતાં નથી; પણ જ્યારે આવા વિચારો ધરાવનારાઓ આધેડ અને વૃદ્ધાની જગાએ તરૂણે આવશે ત્યારે આગમપ્રકાશનની બધાં તરફેણજ કરવાના; અને સરળતાથી આગમ પ્રકાશનનું કામ થઈ શકશે. માટે આવો વખત આવે ત્યાં સુધી ઢીલ કરવી. આમ કહેનારાઓને અમે એમ એમ જણાવવા માંગીએ છીએ કે એ વાત ખરી છે કે કેળવણીના કારણે “આગમ પ્રકાશન થાય નહીં, ગૃહસ્થોથી આગમનું વાંચન ન હેય-શ્રવણ માત્ર હેય ” એવા દુરાગ્રહી (Dogmatic) વિચારો જતાં રહેશે; પણ તેવા વિચારો જતાં રહે ત્યાં સ્થિતિ કેવા પ્રકારની આવીને ઉભી રહેશે ? અમે એમ કહીએ છીએ કે સ્થિતિ એવા પ્રકારની આવીને ઉભી રહેશે કે અમારા તરૂણોને આગમ પ્રકાશનને અંગે પ્રયત્ન કરવાની જ બુદ્ધિ નહીં થાય; કેમકે અમારા તરૂણો એવા સંસ્કારવાળા દિવસે દિવસે વધતા જ જવાના કે જેઓ (૧) દેશની આર્થિક નબળાઈને કારણથી (૨) વ્યવહારૂ ભલું (practical good) કરવાના અભિપ્રાયથી અને (૩) બુદ્ધિગમ્યવાદ (Rationalism)ના વિચારોની અસરથી ધર્મોને માત્ર ખ્યાલી વાદ (Sentimentalism) માની ધર્મ સાહિત્યને પ્રકટ કરવા માટેના ખર્ચને “માત્ર દ્રવ્યનો નિરર્થક વ્યય ” ગણવાના અભિપ્રાયવાળા થશે. આવા અભિપ્રાય ધરાવનાર તરૂણો–કે જે તરૂણોના હાથમાં એક જમાના ( ત્રીસ વર્ષ પછી આધેડે અને વૃદ્ધાને સર્વ વહીવટ અવશ્ય જવાને–તરફથી એવી આશા કયાંથી રાખી શકાય કે, તેઓ ધર્મસાહિત્ય ( આ સ્થળે આગમ સાહિત્યના ) પ્રકાશનની દરકાર કરશે ? ભવિષ્યની સ્થિતિ અમને આવા પ્રકારની લાગતી હોઈ અમે આ દિશામાં પ્રયત્ન કરવાનો સમય અત્યારને અનુકુળ છે એમ માન્યું છે, કારણ કે પશ્ચિમ ભણીની કેળવણીથી ઉપજતા સંસ્કારો હજુ પિતાની મર્યાદિત હદમાં છે. અત્યારે પશ્ચિમ ભણીની કેળવણી લીધેલ વર્ગ હજુ ધર્મના વિચારમાં સારી પેઠે શ્રદ્ધાળુ હોઈ Rationalism ની અસર તળે થડેજ મૂકાયો છે. બીજી તરફથી આપણો રૂઢીબદ્ધ સમાજ ( Conservative Society ) પોતાનું બળ બતાવવા પ્રયત્ન કરે છે, છતાં તેમાં કુદરતી શિથિલતા આવી ગયેલી હોઈ. આવાં પ્રયત્નને આડે આવી શકે એવા સંજોગો બહુ ઓછા થઈ ગયા છે. આ કારણથી પણ અમને આ સમય અનુકુળ લાગે છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ આ સમય અનુકૂળ લાગવાનું ત્રીજું કારણ અમને એ લાગે છે કે, વ્યવહારૂ સ્થિતિ ( practical situation ) આવા પ્રયનની તરફેણમાં છે. રૂઢીબદ્ધ સમાજ પોતાની પ્રતિકૂળતા ગમે તેવી રીતે વાચામાં દાખવે, પણ આટલું તે ખરું છું કે, શુદ્ધ, સરળ દેશભાષામાં ગમે તૈયાર થાય તે અમારી સમાજને તે આગમ લીધા વિના છુટકો નથી; કારણ કે રૂચિવાન સાધુઓ અને ગૃહસ્થ શુદ્ધ અને દેશ ભાષામાં તૈયાર થયેલાં ધર્મ સાહિત્યના જિજ્ઞાસુ હજુ આપણે વિષે વિદ્યમાન છે. અમે સંપૂર્ણપણે માનીએ છીએ કે આવા ધર્મસાહિત્યના જિજ્ઞાસુઓ અત્યારે જે સંખ્યામાં મળે તેમ છે તે સંખ્યામાં એક જમાના પછી મળવાનો બહુ ઓછો સંભવ છે. આ સ્થિતિને અમે વ્યવહારૂ સ્થિતિ ( practical situation ) કહીએ છીએ. ઉપર દોરેલી હકીકત પછી અમારે આગમપ્રકાશનો આગ્રહ અધીરજ વાળો નહીં લાગતા વખતસરને ( timely ) લાગશે એમ અમે આશા રાખીએ છીએ. આ ઉપરથી દર્શાવેલાં કારણો ઉપરાંત હજુ અમારી પાસે એક વિશેષ બળવાન કારણ છે. જેઓએ પાશ્ચાત્ય કેલવણીના આરંભથી તે અત્યાર સુધીના સમયનો ઈતિહાસ વિચાર્યો હશે તેઓના અનુભવમાં આવ્યું હશે કે જે સંખ્યામાં પ્રથમ મુનિરાજે ઉત્પન્ન થતા હતા, અથવા ગૃહસ્થ દીક્ષિત થતા હતા, તેટલા હાલમાં થતા નથીબીજું એ અનુભવમાં આવ્યું હશે કે સંપૂર્ણ પાશ્ચાત્ય કેળવણી લીધેલ મનુષ્યોમાંથી એક પણ મનુષ્ય દીક્ષિત થયા નથી. આ બે વાત ધ્યાનમાં રહે તે જણાવું જોઈએ કે એક જમાના પછી દીક્ષા લેનારાઓની સંખ્યા ઓછી થશે, અને કેલવણી પ્રાપ્ત વર્ગમાંથી દીક્ષા લેનારાની તે આશા જ લગભગ નહીં જેવી છે. વસ્તુતઃ સ્થિતિ આવી હોવાનો સંભવ હોઈ. અમે એમ માનીએ છીએ કે, આગમને જેવા સમજવાવાળા મુનિરાજે અત્યારે છે તેવા એક જમાના પછી મળવાનો બહુ ઓછો સંભવ છે. આમ હોઈ, આગમ પ્રકાશનને અત્યારે વિદ્યમાન મુનિરાજોના જ્ઞાનની જે સહાયતા મળે તેમ છે. તે ભવિષ્યમાં મળવાને ઓછો સંભવ છે. ધી બૅએ કૅનીકલે પણ અત્યારે વિદ્યમાન મુનિરાજની સંસ્થાનો લાભ લેવાની અમને સલાહ આપી છે તે અમને કેવળ ગ્ય લાગે છે. વળી જ્યારે વસ્તુ સાધ્ય (Inactical view ) લઈએ છીએ ત્યારે પણ અમને એમ લાગે છે કે, આગમના જાણનાર અને તેના પ્રકાશનને ઉત્તેજન આપનાર તરીકે અત્યારે જેટલા મુનિરાજો નીકળશે તેટલા એક જમાના પછી નહીં નીકળે. કારણ પશ્ચિમની કેળવણી તેવા મુનિરાજ ઉત્પન્ન કરવા દે એજ સંશયામક છે એમ અમે ઉપર બતાવ્યું છે. અમારી સન્મુખ આવા સંજોગો ઉભાં રહેતાં અમે આ સાહસ ઉપાડવાના પ્રયત્ન તરફ દયા છીએ; એટલે કે અમે માનીએ છીએ કે આગમનો ઉદ્ધાર કરવા માટે જે આ સમય અનુકળ છે તે અનુકુળ સમય ભવિષ્યમાં નહીં રહે. એવી વસ્તુ સ્થિતિ ( practical situation) અમને લાગતાં અમે આ કાર્યને અંગે આગ્રહ રાખીએ છીએ. અમારા જે મિત્રો અમને ખ્યાલી ભલું” (Sentimental good) કરવા કરતાં વ્યવહાર ભલું” (practical good) કરવાનો પ્રયત્ન શીલ થયેલા જોવા ઇચ્છે છે તેઓને અમે માનપૂર્વક જણાવીએ છીએ કે, અમને એવી પ્રતીતિ છે કે મનુષ્યજાતને “વ્યવહાર ભલું” Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૦ કરવાને માટે ઈંતેજાર રહેવાનું છે તો અમો ઈચ્છીએ છીએ તે “ વ્યવહારૂ ભલું” શીખડાવનાર આ શાસ્ત્રો હોઈને જ અમે તેના પ્રત્યે પ્રેરાયા છીએ. આ શાસ્ત્રોએ જે દયાના સિદ્ધાંન આપણામાં જન્માવ્યો છે તે દયાને સિદ્ધાંત બરાબર સમજાવનાર શાસ્ત્રો જગત માં હૈયાત હશે તે જ “વ્યવહારૂ ભલું”( practical good ) કરવાની બુદ્ધિ આવશે; જડ-વાદાત્મક (Materalistic ) કે બુદ્ધિવાદત્માક ( Rationalistic) શાએથી “વ્યવહારૂ ભલું કરવાની બુદ્ધિ આ શાસ્ત્રો જેટલી નહીં ઉત્પન્ન થાય અને અમે અનુભવ પૂર્વક માનીએ છીએ. '“મુંબઈ સમાચાર” પત્રે અમારી આ યોજનાના સંબંધમાં પોતાના તા. ૧૨ મી સપ્ટેમ્બર ૧૯૧૩ના અંકમાં પિતાના “ જૈન” લેખક દ્વારા એક લંબાણ લેખ લખાવ્યો છે. આ સમય આ કાર્યને અંગે સૌથી વિશેષ અનુકળ છે એવી અમારી માનીનતાને અંગે આ પ્રખ્યાત પત્ર નીચે પ્રમાણે વિચારો દર્શાવી, અમારા વિચારોને અનુમોદન આપે છે – - “ જનાના જકાએજ પિતાના વિજ્ઞપ્તિપત્રમાં કબુલ રાખ્યું છે તેમ આ સમય આવી હીલચાલ ઉપાડી લેવાને માટે સૌથી અનુકળ છે અને તેને હવે ઢીલમાં નાંખવાથી નુકશાન થવાનો જે સંભવ તે બતાવે છે તે માત્ર આ સૂત્રના ગ્રાહકોને સમજાવવા માટેનો નથી; પણ તેમની ખરી સ્થિતિનું અવલોકન કરનારી છે. તેઓ તદન વાજબી રીતે જણાવે છે તેમ આગલા જમાનાના જે રૂઢીબદ્ધ સંસ્કારે આ જાતના કાર્યને અને બીજા અનેક સુધારક કાર્યને નડતરરૂપ છે તે તદન અદશ્ય થવાને માટે હજુ બીજાં પચીશ કે વધુ વરસ જોઈશે; અને તે તદન અદશ્ય થતાં સુધી દરેક સુધારકે ખીલવણીના કાર્યને અભરાઈએ ચડાવી રાખવું પાલવે તેમ નથી. બીજાં પચીશ વર્ષ સુધી રાહ જોવાનું પસંદ કરવામાં આવતાં એક નવા ભયની જે ગણત્રી તેમણે કરી છે તે કહ૫ના કરતાં દીર્ધદષ્ટિને વધારે આભારી છે. તેઓ જણાવે છે કે “ધર્મચુસ્ત વર્ગની એક એવી ફર્યાદ ચાલુ થઈ કે પશ્ચિમ ભણીની કેળવણીથી તરૂણ જમાનો નિવૃત્તિ કરતાં પ્રવૃત્તિ માર્ગે વિશેષ વચ્ચે જાય છે. જે ગતિએ તે વધ્યો જતો માનવામાં આવે છે તે ગતિની ગણત્રીધ્યાનમાં લેતાં પચીસ વર્ષ પછી હમણાં કરતાં બહુ૫ણે પ્રવૃત્તિ માર્ગે શું તે ચઢી ન જાય ! અને ચઢી જાય તે રૂઢીબદ્ધ સંસ્કારો સર્વથા જાય ત્યાં આ નવો ભય આ મહાન કામની સામે આવીને ઉભો રહેવા શું સંભવ નથી ? આ ગણત્રી આ કાર્યની નજરે જોતાં તદન વાજબી છે.” આટલે ભાગ છપાયા બાદ ભવિષ્યની સ્થિતિનું જે ચિત્ર અમે દોર્યું છે, તે ચિત્ર કલ્પનારૂપ નથી પણ વાસ્તવીક છે તેવું સાબીત કરનારો એક વિશેષ પુરાવો મળે છે. યુનીવર્સિટીની અંદર પંડિતની પરીક્ષા લઈ તેઓને ડીગ્રીઓ આપવાનું કામ યુનીવર્સિટીઓએ માથે લેવું એવી એક દરખાસ્ત યુનીવર્સિટીની અંદર મુકાઈ છે. તેની વિરૂદ્ધમાં અત્યારના સંસ્કાર પામેલા કેટલાક વિદ્વાનો થયા છે. એવા વિરૂદ્ધ થયા છે કે આજથી સો વર્ષ ઉપર કેને કલ્પના પણ ન હોય કે હીંદુ સંતાનોને પડતેની સંસ્થા એ નિરૂપયોગીજ નહીં પણ હાનીરૂપ લાગે. પુનાની ફરગ્યુસન કોલેજના પ્રીન્સીપાલ અને સીનીયર રેંગલર એન. મી. પ્રાંજપે આ દરખાસ્તની વિરૂદ્ધ થતાં નિચે પ્રમાણે બાલ્યા હતા -- Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૧ યુનીવર્સીટીએ જ્યારે જ્યારે જ્ઞાનની નવી નવી શાખાઓ દાખલ કરી ત્યારે ત્યારે તે દાખલ કરવાને માટે ઉદાર શિક્ષણને કારણે દલીલ કરવામાં આવી હતી. મારા અભિપ્રાય પ્રમાણે પંડિત અને મોલવીઓનું પરંપરાથી ચાલ્યું આવતું શિક્ષણ હજાર શિક્ષણ નથી. પંડિત યુરોપી વિદ્વાનો અને બીજાઓને ઘણું ઉપયોગી હશે, પણ તેમને ઉત્તેજન આપવું તે ઉદાર શિક્ષણને ઉત્તેજન આપવા જેવું નથી. જ્યારે તેઓએ વેપારની ફેકલ્ટી દાખલ કરી ત્યારે તે લેકેપયોગી છે એવી દલીલ કરી ન હતી. પણ વાણિજયની ઉચ્ચતર શાખાઓને અભ્યાસ એ ઉદાર શિક્ષણ છે એવી દલીલ કરી હતી. પરાપૂર્વની શિક્ષણ પદ્ધતિ ભરવાની શક્તિ ખીલવે છે, અને અસંખ્યવાર યાદદારતીનો અતિશય ઉપયોગ કર્યાની પદ્ધતિ વખોડી કાઢેલી છે. ભરડુદાસ એ કંઈ ખરા કેળવાયેલા મનુષ્યો નથી એવું ડા. ભંડારકરેજ કહ્યું છે. હવે જે એમ કહેવામાં આવે કે જીવતાં પંડિતોની યાદદાસ્તીમાં જે જ્ઞાનનો ભંડાર ભરેલું છે તે કીમતી છે, તો નવી પ્રજાને તે ભરડવાની પાછી ફરજ પાડવા કરતાં તે લખી કાઢવાને પંડીતોને ઉત્તેજન આપવું જોઈએ. તેઓને જેટલું ખબર છે તેટલું તેઓ લખી કહાડે તો તેમનું જ્ઞાન ખુટી જશે અને પરાપૂર્વની શિક્ષણ પદ્ધતિને ઉત્તેજન આપવાની જરૂર રહેશે નહિ. ઘણા પંડિતો પોતાના છોકરાઓને આધુનિક શિક્ષણ આપે છે માટે તેથી જણાય છે કે પંડિતો પિતાના શિક્ષણની કિસ્મત ઓછી ગણે છે. અને પુરાતન જ્ઞાનના હિમાયતીઓ પણ પિતાનાં બચાઓને આધુનિક પદ્ધતિ છોડી જુની પદ્ધતિ ગ્રહણ કરવાનું ઉત્તેજન આપશે નહિ પુરાતન પરાપૂર્વથી ચાલી આવેલું શિક્ષણ અને હાલનું શિક્ષણ એક બીજાને ગોઠતું આવશે નહિ. હાલના વિચારોની કસોટીમાં જુનું શિક્ષણ ટકી શકશે નહિ.” જે વિચારવાળી કેળવણી મા. પ્રાંજપેએ લીધી છે તે જ વિચારની કેળવણી અત્યારે સામાન્યપણે સર્વત્ર લેવાય છે, અને જૈનેના સંતાનો પણ તેજ કેળવણીમાં ઉછરે છે અને ભવિષ્યમાં ઉછરવાના. જે પદ્ધતિની કેળવણીથી મી. પ્રાંજપે અત્યારે સંસ્કૃત જ્ઞાનના ફેલાવા વિરૂદ્ધ થયા છે તેવીજ પદ્ધતિ ઉપર શીક્ષણ લેતે આપણો હાલનો યુવકવર્ગ ભવિષ્યમાં, આપણું ધર્મ વિચારો સંબંધે તેવી વિરૂદ્ધતા દર્શાવે એ શું સંભવીત નથી ? અને તે સંભવ ઉભો થવા પામે તે ધર્મસાહીત્યજ્ઞાન તેઓના હાથે ઉદ્ધાર પામે એ શું સંભવીત છે ? આ રીતે અમે અત્યારના વિચારવાતાવરણની અસર ભાવમાં શું થવા ગ્ય છે તેના વિચારપૂર્વક આ કાર્ય હાથ ધર્યું છે. સંશોધન અને ભાષાંતરની શુદ્ધ, અમને જાણીને સંતોષ થાય છે કે, ગૃહસ્થોને માટે આગમનું વાંચન સર્વથા પ્રતિબં ધમાં હોવું એ અત્યારના બદલાયેલા સંજોગોમાં લાભદાયક નથી એવી ઘણું જૈનભાઈઓની માનીનતા હવે થયેલી છે. આમ છતાં તેઓના મનને વિષે એમ રહે છે કે, આગમના સંશોધન અને ભાષાંતરોની શુદ્ધિ બરાબર રહેવી જોઈએ. આ સંબંધમાં અમે જણાવવા આજ્ઞા લઈએ છીએ કે, અમે–અમારામાં–માણસ જાતમાં જેટલી શક્તિઓ-સાધનો હેય તેટલાં કામે લગાડવામાં પછાત નહીં પડીએ. અમારી જવાબદારી (Responsibility) Page #44 -------------------------------------------------------------------------- ________________ ને અમને પૂણે ખ્યાલ છે. અમે સારી પેઠે જાણીએ છીએ કે, શ્રી પ્રભુના એક વચનનું પણ અમારી બેદરકારી કે રવછંદથી અન્યથા પ્રરૂપણ થયું તે અમારે અનેક કર્મો બાંધવા પડશે અને તેનું ફળ ભોગવ્યા વિના અન્ય કોઈ ઉપાય નથી. આ સ્થળે એક વાત કહેવાની છે. સંપૂર્ણ તે શ્રી સર્વ જ છે. માણસ જાત ભૂલને પાત્ર છે; એટલે સંપૂર્ણતાને અમને ફાંકા નથી. “ સર્વોત્કૃષ્ટ સારું ” ( great et good ) કરતાં “ વધારે સારું greater good ” ના નિયમને અનુસરી અમારું કામ તૈયાર થયેલું જોવાની બુદ્ધિ રાખવા સમાજને વિનંતિ છે. બુદ્ધિની મંદતાથી કઈ દેષ થવા પામે તો નિંદજો નહીં, પણ સુધારજો. એટલું યાદ રહે કે, બીલકુલ નહીં થાય તેના કરતાં થોડું પણ થશે તે તેટલે લાભ થશે, એક વખત ભૂલ થશે તે બીજીવાર સુધરશે. આ દષ્ટિએ જોવાથી આપને નિરાશ નહીં થવું પડે. ભાષાન્તરની શુદ્ધિ માટે અમારી સર્વ શક્તિઓ કામે લગાડવાનું અમે કહ્યું છે છતાં એ દષ્ટિ રાખજો કે, જ્ઞાની અને તેમાં પણ સંપૂર્ણ જ્ઞાનીના વચનને એ પ્રભાવ હોય છે કે, તેને લાભ મળે છે. એને એક દાખલો આપીએ. પ્રોફેસર મણીલાલ નભુભાઈએ આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્ર સૂરિના “પદર્શનઅમુચ્ચય ’ ગ્રંથનું ભાષાંતર કર્યું છે. એ ભાષાન્તરમાં કેટલીક ભૂલ રહેવા પામી છે એ ખરું છે, પરંતુ તે વાંચીને ઘણું કેળવાએલા તરૂણ જૈનેને તે ચમત્કારીક પુસ્તક લાગ્યું. તે પુસ્તક ya kilahi sealidali gedich} 2404124 ( Comparative study of philoKophy ) ને લાયક લાગ્યું. આ ઉપરથી સ્વભાઈ ગાવીંદજી મેપાણીએ તેનું અંગ્રેજીમાં ભાષાન્તર કરવાનું કામ તેઓ ઈંગ્લેંડ ગયા, ત્યારે એક પાશ્ચાત્ય વિદ્વાનને એક હજાર રૂપીઆના લવાજમથી સોંપવાની ગોઠવણ કરી હતી. મી. મેપાણીના સ્વર્ગવાસ પછી તેનું શું થયું તે હજુ જાણવામાં જો કે આવ્યું નથી. જે પ્રો. મણલાલનું ભાષાન્તર ગુજરાતી ભાષામાં ન થયું હોત, તે તરૂણ જૈનને ઉપયુક્ત ચમત્કાર લાગ્યો તે લાગવાને કદાપિ પણ પ્રસંગ આવતજ નહીં. ભાષાંતરમાં નિષ્પક્ષપાતતા–સવ ગચ્છાઓ-સ્થાનકવાસી સુધાંએ નિશ્ચિંત રહેવું. આગમનાં ભાષાન્તરે કેવળ નિષ્પક્ષપાત અને મધ્યસ્થ જ થવાનાં. કોઈ પણ ગચ્છની માનીનતા દઢ કરવાની બુદ્ધિએ અથવા કોઈની માનીનતાનું ખંડન કરવાની બુદ્ધિએ ભાષાંતરો નહીંજ થાય. માત્ર સાહિત્યદષ્ટિએ ભાષાશાસ્ત્ર ( Science of languages ) અને ભાષાવિવેકશાસ્ત્ર ( Philology ) ના નિયમાનુસારજ ભાષાંતર થવાના. એટલું પણ સ્મરણમાં રહે કે, સર્વ ગચ્છોને રંજન કરવાની બુદ્ધિએ અર્થોને કૃત્રિમ બનાવવામાં નહીં આવે. ભાષાશાસ્ત્ર અને ભાષાવિવેકશાસ્ત્ર જેમ અર્થ કરવાનું ફરમાવતાં હશે તે જ પ્રમાણે ઘટાવવામાં આવશે. કોઈ પ્રસંગે એવાં હોય કે જ્યાં એક શબ્દના જૂદા જૂદા અર્થો થતાં હોય ત્યાં આગળ જુદા જુદા વિદ્વાનોના કરેલા અર્થ અભિપ્રાય સાથે તથા સંસ્કૃત, પ્રાકત, પાલીઆદિ કષોની શાખો સાથે આપવામાં આવશે. કહેવાનો મતલબ કે, માત્ર સાહિત્યદષ્ટિ ( Turely literary point of view )થીજ અર્થો ભરાશે. કોઈ ગ૭ને વિના કારણે રંજન કરવાની બુદ્ધિએ કે, કોઈ ગચ્છના ખંડનમંડનની બુદ્ધિએ અર્થે ભરાશે નહીં. Page #45 -------------------------------------------------------------------------- ________________ અમારી યોજનામાં ૪૫ આગમો પ્રકટ કરવાની ખબર અપાઈ છે તેથી સ્થાનકવાસીભાઈઓ કે જેઓ ૩ર સત્રો માને છે તેઓને વિષે એવો ખ્યાલ થયેલો સંભળાયેલો છે કે, શ્રી વીતરાગ મુદ્રાના અવલંબન લેનાર ગચ્છોના પક્ષપાતમાં અને સ્થાનકવાસીઓનાં અપક્ષપામાં અર્થો થશે. અમારે અહીં આ સંબંધમાં વેતામ્બર સંપ્રદાયના સર્વગચ્છ-સ્થાનકવાસી સુધાંને સ્પષ્ટ કહી દેવાનું કે, અમારાં ભાષાંતર કોઈ પણ ગચ્છના ખંડનમંડન અર્થે નહીં, પણ ભાષાશાસ્ત્ર અને ભાષાવિકશાસ્ત્રારાએ માત્ર સાહિત્ય દષ્ટિએજ થવાના એવી નિશ્ચિતના રાખવી. અમારા વિચારકેશમાં અમે પક્ષપાતને રાખવાની ઈચ્છાજ સ્વય કરી નથી. ટૂંકમાં શ્રી વીતરાગદ્ધાનું અવલંબન લેનાર ગો કે અવલંબન નહીં લેનાર ગચ્છાને ખોટી રીતે રંજન કરવાની બુદ્ધિએ અર્થો ભરાશે નહીં. સત્યને પક્ષપાત રહેશે. પક્ષપાતને પક્ષપાત નહીં થવા પામે. અમારાં સંશોધન અને ભાષાંતરમાં શુદ્ધિ તથા નિષ્પક્ષપાતતા રહી શકશે કે કેમ તેની એકજ કસોટી ( Test ) છે, જેઓ એક મેટી રકમ આ કામ પાછળ ખર્ચે છે છતાં યેજના આગળ ચલાવવાને માટે અને મૂળ મુડીને હાનિ ન પહોંચે તેટલા માટે તૈયાર થયેલાં આગમને વિક્રય કરી પાછાં નાણું વસુલ કરવા માંગે છે, એટલે ભાષાંતરમાં જે શદ્ધિ અને નિષ્પક્ષપાતતા ન રહેત વેચાણ થઈ નાણાં પાછાં વસુલ કેમ થઈ શકે ? વસ્તુ સાધ્યદષ્ટિ (practical point of view)થી આ વાત વિચારવામાં આવે તે ખાત્રી થવી જોઈએ કે, અમારે શુદ્ધિ તથા નિષ્પક્ષપાતતા માટે સંપૂર્ણ કાળજી રાખ્યા વિના છુટકો નથી. જૈન મુનિરાજે અને આગમનું સાધન તથા ભાષાંતરનું કાર્ય બહુ ઠેકાણેથી એવી સૂચનાઓ થઈ છે કે, આગમ સંશોધવાનું અને આગમનું ભાષાંતર કરાવવાનું કામ મુનિ મહારાજ પાસે કરાવવું જોઈએ. અમારા મુનિમહારાજેને અમારી તા. ૧-૮-૧૯૧૩ ની યાદીમાં અમે આવું કાર્ય તેઓશ્રી માથે લે તેને માટે જાહેર રીતે આમંત્રણ કર્યું છે. આપણું મુનિમહારાજોના જૈનધર્મના તત્વજ્ઞાનના અનુભવને અને જૈન પરિભાષાના સાંકેતિકપણાનો લાભ જેટલો બની શકે તેટલો મેળવવાની અમને પૂર્ણ જિજ્ઞાસા છે; અને તેટલા માટે અમે તેવો પ્રયાસ કર્યા વિના નહીં રહીએ. એટલુ નહીં પણ અમે અત્યાર સુધીમાં તેવી કેટલીક ગોઠવણ કરવા શક્તિમાન પણ થયા છીએ. આમ છતાં અમારે નિતાપૂર્વક જેનસમાજને વિનંતિ કરવી જોઇએજેમ બહારથી ધારવામાં આવે છે તેમ જૈન મુનિ મહારાજે આગમનું સંશોધન અને ભાષાંતર કરવાનું કામ નિયમિત અને વ્યવસ્થાપૂર્વક કરવાનું માથે લઇને સાંગોપાંગ પાર ઉતારે તેમ છે કે નહીં તે બાબતની સમાજે ખાસ તજવીજ કરવાની જરૂર છે. સંપૂર્ણ સંશોધન અને માગધી સંસ્કૃનું સંપૂર્ણ શુદ્ધ અનુવાદનું કાર્ય કરી શકે તેવા મુનિરાજની આપણામાં કેટલી સંખ્યા છે ? જે સંખ્યા હેય તે સંખ્યામાંથી કેટલા મુનિમહારાજો સ્થિતિચુસ્તપણથી મુક્ત હોઈ આવાં કાર્યને અનુમોદનપૂર્વક હાથ ધરી આગને સંશોધન અને ભાષાંતર કરી કાર્ય સાંગોપાંગ પૂર્ણ કરે તેમ છે ? એ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આફ્રિ બાબતેની તપાસ કરી પછી આવી સૂચના કરવી યાગ્ય છે કે નહી તેને વિચાર કરવા અમે સમાજને આગ્રહપૂર્ણાંક વિનવીએ છીએ. આમ છતાં અમે આ સ્થળે જાહેર કરીએ છીએ કે કાઇ પણુ મુનિ મહારાજ ભગવતીજી કે ખીજાં ગમે તેસૂત્રના સશોધનનું અને અનુવાદનું કાર્ય હાય ધરવા કૃપા કરશે તે અમે અંતઃકરણપૂર્વક ઉપકાર માની તેમ કરાવવા તૈયાર છીએ. તેઓ તરફથી કાઈ પણ મૂત્રનું સંપૂર્ણ શુદ્ધ સ ંશાધન અને ભાષાંતર કરવાનું માથે લેવામાં આવશે તે અમે દરેક જાતની તેઓશ્રી કહેશે તે સામગ્રી પાડીશું અને તૈયાર થયે છપાવી પ્રકટ કરીશું. પૂરી છેવટમાં નિતિ. આ રીતે જુદા જુદા કેટલાક અભિપ્રાયાના સબંધમાં અમે અમારા વિચાર રજુ કર્યા છે. જે પ્રકારના અમારા વિચારે છે તેને અનુસરી આ કાર્ય અમે હાથ કર્યું છે. એ કહેવું આત્મશ્લાધારૂપ છે કે, આ કાર્ય અમે સમાજના હિતને દ્રષ્ટિમાં રાખીનેજ હાથ ધર્યું છે છતાં કહેવું યેાગ્ય છે કે આ મહત્વના કાર્યને અંગે અમારે જે કાંઈ ભાગ આપવે પડશે તે નજરમાં રાખી અમારા પ્રયત્ન તરફ સહાનુભૂતિ રાખવી કે નહીં તે વિચારવાનુ કામ સમાજનુ છે. માણેકચાક, અમદાવાદ ૧-૧૧-૧૯૧૩. મનસુખલાલ રવજીભાઈ મેહતા. માનદ કાર્યભારી, શ્રી જિનાઞમ પ્રકાશક સભા. શ્રી સત્યવિત્ત્વ પ્રીન્ટીંગ પ્રેસમાં ગ્રા. સાંલચંદ હરીભાલે છાપ્યા —અમદાવાદ. Page #47 -------------------------------------------------------------------------- ________________ પડીતા અને શાસ્ત્રીઓની અગત્ય. ૧. જૈન ધર્મના સાહિત્યથી પરિચિત અને સંસ્કૃત તથા અધ માગધીના 'ચા જ્ઞાનવાન પડિતા અને શાસ્ત્રીઓની આ સભાના કાર્યને અંગે જરૂર છે. ૨. આ પડતા અને શાસ્ત્રીઓએ, શ્રી જિનાગમા સંશાધવાનુ' અને અને તેનુ ગુજરાતી અનુવાદનું કાર્ય, સબએડીટરા (ઉપસ’પાદકેા) તરીકે કરવાનુ છે, 3. જેઓ આવા કાથી સારી રીતે પરિચિત હાય, જેઆને સસ્કૃત અને અર્ધું માગધી, તથા ગુજરાતી કે ઢીઢ ભાષાપર સંપૂર્ણ કાબુ ડાય તેઓએ પેાતાની લાયકાતના પ્રમાણપત્રો સાથે પગારની માંગણી સાથે પાતાની અરજીએ નીચેને શીરનામે માકલવી. ૪. જેને આ વિષયના વિશેષ અભ્યાસ હાય તેઓએજ અરજીઓ કરવી. સામાન્ય જ્ઞાન ધરાવનારાઓની અગત્ય નથી. અમદાવાદ, માણેકચાક, તા. ૧-૧૧-૧૯૧૩. મનસુખલાલ ૨૦ભાઇ મેહતા. માનદ કા ભારી,-શ્રી જિનાગમ પ્રકાશ,—તંત્રી, 24 Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનાગમપ્રકાશકસભા. ખબર. આ સભા તરફથી તા. 1-8-1913 ને રોજ એક યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં શ્રી જિનાગમમાં સુપ્રસિદ્ધ સૂત્ર શ્રી ભગવતી સૂત્ર મૂળ માગધી પાઠ, સંસ્કૃત ટીકા તથા તે બંનેના ગુજરાતી ભાષાન્તર સહિત રૂ. 30-0-0 ( પટેજ જુદું ) ની કીમતે સંવત્ 1969 ના ભાદરવા શુદ્ધ પુર્ણીમા સુધીમાં યોગ્ય ગ્રાહકસંખ્યા થશે તે તૈયાર કરાવવાનું જણાવવામાં આવ્યું હતું. અમને જાહેર કરતાં સંતોષ થાય છે કે, અમને ભગવતી સૂત્રના આ કીમતે યોગ્ય ગ્રાહક મળવાથી આ સૂત્ર તૈયાર કરાવવાના નિર્ણય ઉપર આવ્યા છીએ. જાહેર વર્તમાન પત્રો અને જાહેર તથા ખાનગી ગૃહસ્થા તરફથી અમને એવી સૂચનાઓ થઈ છે કે, ભાદરવા શુદ પુર્ણ માની મુદત ઘણી ટુકી હોઈ તે મુદત લંબાવવી. તેઓની આ સૂચનાને અનુસરી અમોએ રૂ. 30-0-0 ની કીમતથી ગ્રાહકે નોંધવાની મુદત સંવત્ 1970 ના મહા વદ અમાસ સુધી લ‘બાવી છે. માટે જેઓએ આ કીમતને લાભ લેવો હોય તેઓએ હવે તે મુદત દરમ્યાનમાં પિતાના નામ નોંધાવવાની મેહરબાની કરવી. માણેકચોક, અમદાવાદ. ) મનસુખલાલ રવજીભાઈ મેહતા. તા. 16--10--1913 ] માનદ કાર્યભારી, શ્રી જિનાગમપ્રકાશકસભા.