Page #1
--------------------------------------------------------------------------
________________
શિક્ષાવણી
સાહિત્યવધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ.
TOL
שיווחיידווחווייןזיון
'oe૭.
શ્રેણી પહેલી
તપની મહત્તા
Page #2
--------------------------------------------------------------------------
________________
-
-
- -
-
-
- - -
- -
* * *
જૈન તત્ત્વજ્ઞાન તથા આચારને સુંદર સરલ શૈલીમાં રજૂ કરતી
જેન, શિક્ષાવલી પ્રથમ શ્રેણીનાં ૧૨ પુસ્તક
૧ જીવનનું ધ્યેય ૨ પરમપદનાં સાધન ૩ ઈષ્ટદેવની ઉપાસના ૪ સદ્દગુરુસેવા ૫ આદશ ગૃહસ્થ ૬ આદર્શ સાધુ ૭ નિયમો શા માટે? ૮ તપની મહત્તા ૯ મંત્રસાધન ૧૦ યોગાભ્યાસ ૧૧ વિશ્વશાંતિ
૧૨ સલતાનાં સૂત્રો શ્રેણનું મૂલ્ય રૂા. ૬-૦૦. પિસ્ટેજ ૧-૦૦ અલગ. માત્ર ગણતરીની નકલે જ બાકી રહી છે, માટે તમારી - નકલ આજે જ મેળવી લે તથા હવે પછી પ્રગટ થનારી બીજી શ્રેણીના ગ્રાહક બનો.' ' '
*
*
* *
||
ધ –બારમા નિબંધને છેડે આખી શ્રેણીનું શુદ્ધિપત્રક આપ્યું છે,
તે પ્રમાણે સુધારે કરી પુસ્તકોને ઉપયોગ કરવા વિનંતિ છે.
=
Page #3
--------------------------------------------------------------------------
________________
Hazo8conchCe
*888888888888881208
જૈન શિક્ષાવલી : પુષ્પ આસુ
તપની મહત્તા
લેખક : સાહિત્યવારિધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટાકરશી શાહ
પ્રકાશક :
જૈન સાહિત્ય-પ્રકાશન-મદિર મુંબઈ – ૯.
મૂલ્ય ઃ પચાસ નયા પૈસા
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકઃ નરેન્દ્રકુમાર ડી. શાહ વ્યવસ્થાપક જૈન સાહિત્ય-પ્રકાશન–મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, ચીંચ બંદર, મુંબઈ
પહેલી વાર ૨૦૦૦ સં. ૨૦૧૫, સને ૧૯૫૯ સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન
મુક :મણિલાલ છગ્ગનલાલ શાહ. નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ.
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનુ નિવેદન
જૈન મહિષ એએ જીવનની સુધારણા માટે જે તત્ત્વજ્ઞાન ઉપદેશ્યું છે તથા જે આચારની પ્રરૂપણા કરી છે, તે સહુ સરલતાથી સમજી શકે તે માટે જૈન શિક્ષાવલીની ચાજના હાથ ધરવામાં આવી છે. હાલ તેમાં ખાર પુસ્તકા પ્રકટ કરવામાં આવે છે, પરંતુ સયાગા વધારે સાનુકૂળ દેખાશે તે તેમાં બીજા પુસ્તકા પણ પ્રકટ કરવામાં આવશે.
આ પુસ્તકા દીધું ચિંતન-મનનનાં પરિણામે સુંદર શૈલિમાં લખાયેલાં છે. એટલે તે સહુને પસંદ પડશે એમાં શંકા નથી.
જૈન શિક્ષાવલીની યોજના સાકાર બની તેમાં અનેક મુનિરાજો, સંસ્થા અને ગૃહસ્થાના સહકાર નિમિત્તભૂત છે. ખાસ કરીને ૫. પૂ. આ. મહારાજશ્રી વિજયલક્ષ્મણુસૂરીશ્વરજી, તેમનાં વિદ્વાન શિષ્ય રત્ન મુનિરાજશ્રી કીર્તિવિજયજી, પ. પૂ. આ. મહારાજશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજીનાં શિષ્યરત્ના પૂ. પ. મહારાજ શ્રીભદ્રંકરવિજયજી, પૃ. મુ. શ્રી ભાનુવિજયજી, તથા પૂ. મુ. શ્રી કુંદકુંદવિજયજી તેમજ પ. પૂ. આ. મહારાજશ્રી વિજયાં ખૂસૂરીશ્વરજી, તેમનાં શિષ્યરત્ન મુ. શ્રી રૈવતવિજયજી અને પ.પૂ. આ. મહારાજશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજીનાં વિદ્વાન શિષ્યરત્ન પૂ. પં. મ. શ્રી રધરવિજયજી તથા પ. પૂ. આ. મહા મુજશ્રી વિજયધમ સૂરિજીનાં શિષ્યરત્ન મુનિશ્રી યશેાવિજયજી વગેરેએ આ યાજનાને સત્કારી તેને વેગ આપવામાં કિંમતી સાય આપી છે, તે માટે તેમને ખાસ આભાર માનીએ છીએ. ઉપરાંત શેઠ માણેકલાલ ચુનીલાલ, શેઠ ચંદુલાલ વમાન, શેઠ ચતુરભાઇ નગીનદાસ ( બેલગામવાળા ), શ્રીમાન ખી. કે. શાહ, યાગી શ્રી ઉમેશચંદ્રજી, શ્રી નાગકુમાર મકાતી તથા જૈનધામિક શિક્ષણસંવ-મુંબઈના કાય વાહકો શ્રી પ્રાણજીવન હ. ગાંધી વગેરેએ આ કામાં સડકાર આપી અમને ઉત્સાહિત કર્યો છે, તે માટે તેમનેા પણ આભાર માનીએ છીએ. આ પુસ્તકામાં વિજ્ઞાપન આપનાર દરેક સંસ્થાઓના પણ અમે આભારી છીએ.
પ્રાશક
Page #6
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ
૧. ધર્માચરણમાં તપની આવશ્યક્તા
૨. તપની મંગલમયતા
૩. તપના પ્રભાવ
૪. નર્દિષણની કથા
૫. તપથી પ્રાપ્ત થતી અનેક પ્રકારની લબ્ધિઓ
૬. અષ્ટ મહાસિદ્ધિ પણ તપને આધીન છે.
૭. નવનિધિ પણ તપથી જ પ્રકટે છે.
૮. તપથી શ્રુતજ્ઞાનની આરાધનામાં ઘણી સહાય મળે છે. ૯. તપથી સર્વ ક્રમના નાશ થાય છે.
૧૦, જૈન ધર્મીમાં તપને અપાયેલું મહત્ત્વનું સ્થાન ૧૧. ગૃહસ્થા માટે તપનું વિધાન
૧૨. સાધુએ માટે તપનુ વિધાન
૧૩. તપ કીને કહેવાય ?
૧૪. તપના પ્રકાર ૧૫. તપ કેવી રીતે કરવુ ?
Page #7
--------------------------------------------------------------------------
________________
i ફ્રી મર્દ નમઃ | તપની મહત્તા
૧–ધમચરણમાં તપની આવશ્યકતા
અહિંસા એ ધર્મમંદિરને પામે છે, સંયમ એ ધર્મમંદિરની દિવાલો છે અને તપ એ ધર્મમંદિરનું શિખર છે. બીજા શબ્દોમાં કહીએ તે અહિંસાથી ધર્માચરણની શરુઆત થાય છે, સંયમથી ધર્માચરણ આગળ વધે છે અને તપથી ધમચરણ પૂર્ણ થાય છે.
દંકૂશળ વગરને હાથી, ઝડપ વગરને ઘેડે, ચંદ્ર વગરની રાત્રિ, સુગંધી વગરનું પુષ્પ, જલ વગરનું સરોવર, છાયા વગરનું વૃક્ષ, લાવણ્ય વગરનું રૂપ અને ગુણ વગરને પુત્ર જેમ શોભાને પામતા નથી, તેમ તપ વગરનો ધર્મ શેભાને પામતે નથી. અથવા મંત્રીવિહીન રાજ્ય, શસ્ત્રવિહીન સૈન્ય, નેત્રવિહીન મુખ, વરસાદવિહીન મારું, ઉદારતાવિહીન ધનિક, ધૃતવિહીન ભજન, શીલવિહીન સ્ત્રી અને સહદયતાવિહીન મિત્ર જેમ પ્રશંસાને પામતા નથી, તેમ તપવિહીન ધર્મ પણ પ્રશંસાને પામતે નથી.
સોનાની પરીક્ષા નિઘર્ષણ, છેદન, તાપ અને તાડન એ ચાર કિયાઓ વડે થાય છે, તેમ ધર્મની પરીક્ષા શ્રત,
Page #8
--------------------------------------------------------------------------
________________
તપની મહત્તા
શીલ, તપ અને દયાદિ ગુણે વડે થાય છે. થોડાં વિવેચનથી આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે.
સોનાને પ્રથમ કેસેટીના પત્થર પર કસીને જોવામાં આવે છે કે તે કેટલા કસમાં છે? જો તેમાં ધક જણાય તે તેને છીણીથી કાપીને જોવામાં આવે છે કે તે અંદરથી કેવું છે? જે કંઈપણ કિયા વડે ઉપર સોનું ચડાવ્યું હોય અને અંદર પિત્તળ કે એવી જ કેઈ હલકી ધાતુ રાખી હોય તો આ પરીક્ષા વડે પકડાઈ જાય છે. આ પરીક્ષામાં તે ઠીક જણાય તે તેને તપાવીને જોવામાં આવે છે કે તેને રંગ તે બદલાઈ જતું નથી ? જે સેનું કૃત્રિમ હોય તે તપાવવાથી તેને રંગ ઘણે ભાગે બદલાઈ જાય છે. જે આ પરીક્ષામાં પણ તે ઠીક જણાય છે તેને ટીપીને જેવામાં આવે છે કે તેની ચીકાશ કેવી છે? કેટલાંક બનાવટી સેનામાં ચીકાશ એટલે ઘનતા હોતી નથી. આ છેલ્લી પરીક્ષામાં પણ તે પસાર થાય તે તેને સાચું માનીને ગ્રહણ કરવામાં આવે છે. - વિદ્વાને ધર્મની પરીક્ષા આવી રીતે જ કરે છે. પ્રથમ તેઓ પરીક્ષ્ય ધર્મનું શ્રત જુએ છે, એટલે તેનાં શાસ્ત્રો તપાસે છે કે તે કેટલાં પ્રામાણિક છે? કેટલાં સંવાદવાળા છે? કેનાં રચેલાં છે? વગેરે. જો એ શાસ્ત્રો સર્વજ્ઞ મહાપુરુષનાં રચેલાં હોય તે તેનાં પ્રામાણિકપણા માટે કે સંવાદીપણા માટે કઈ શંકા રહેતી નથી. અન્યથા તેમાં અનેક દેશે નજરે પડે છે અને તેથી એ ધર્મને વિશ્વસનીય માનતા નથી.
Page #9
--------------------------------------------------------------------------
________________
ધર્માચરણમાં તપની આવશ્યક્તા
પછી તમે પરીક્ષ્ય ધર્મની શીવિષયક પ્રરૂપણુ જુએ છે. તેમાં સંયમ અને સદાચાર યથાસ્થાને ગેાઠવાયેલ હાય તા તેની પ્રશંસા કરે છે, અન્યથા તેને નિકૃષ્ટ સમજી નવ ગજના નમસ્કાર કરે છે. ધર્મનાં નામે મદ્યપાન કરવું, પશુઓનુ અલિદાન દેવું, માંસ–મત્સ્યનું ભક્ષણ કરવું અને પરસ્ત્રી સાથે ગમન કરવું એને ગૈા સુજ્ઞ પુરુષ સત્કારી શકે ?
પછી તેઓ તપ ઉપર આવે છે. જો પરીક્ષ્ય ધર્મમાં તપ ઉપર ભાર મૂકાયેલા હાય તા તેને ઉત્તમ માને છે, અન્યથા સત્ત્વરહિત ગણી ઉપહાસ કરે છે. આ રહ્યું તેનું એક યાદ રાખવા લાયક ઉદાહરણ :
मृद्वी शय्या प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापराने
·
G
द्राक्षाखण्डं शर्करा चार्धरात्रे, मुक्तिश्चान्ते शाक्यपुत्रेण दृष्टा ॥
ૌદ્ધ શ્રમણેાની જીવનચર્ચા જોઈને એક વિદ્વાન કહે છેઃ કામળ શય્યામાં શયન કરવુ, ઉઠીને પ્રાતઃકાલમાં મસાલેદાર રાખડી પીવી, મધ્યાહ્નકાલે પૂરું ભાજન કરવુ, સાયંકાળે મદિરા વગેરેનું પાન કરવું અને મધ્યરાત્રે દ્રાક્ષ અને સાકર વાપરવી, આવાં જીવનથી ગૌતમબુદ્ધે મુક્તિ ર્જાઈ હતી ! ’
કહેવાનું તાત્પર્ય એ છે કે જે શ્રમણ એટલે તપસ્વી હાય તેણે કાષ્ઠનાં લક કે ઘાસ વગેરેનાં સંથારા પર
Page #10
--------------------------------------------------------------------------
________________
તપની મહત્તા
સૂવું જોઈ એ, નહિ કે સુંવાળી રેશમી તળાઈ આ પર! તેણે પ્રાતઃકાળમાં ઉઠીને ઈશ્વરનું ધ્યાન ધરવું જોઈ એ કે અન્ય ચાગક્રિયાઓ કરવી જોઈ એ, નહિ કે ખાનપાનના વ્યવહાર. મધ્યાહ્નકાળે તેણે ભિક્ષાથી માગી લાવેલા આહારપાણીથી ઉત્તરતૃપ્તિ કરવી જોઈએ, તે પણ પેટને ભાડું આપવાના ઉદ્દેશથી, નહિ કે સ્વાદ માણવા માટે, વળી જેણે સંયમની સાધના સ્વીકારી હેાય તેનાથી મદિરાને સ્પર્શ કેમ થાય ? મદિરાપાન એક ગૃહસ્થને પણ શેલતું નથી, તા સંયમી પુરુષને કેમ શેશભે ? તે જ રીતે રાત્રિ પડતાં પક્ષીઓ પણ ચણવાનું બંધ કરી દે છે, તે નિર્વાણની સાધના કરવા અહાર પડેલા સાધુપુરુષે રાત્રિના સમયે પેાતાનું માઢુ શી રીતે ખેાલાય ? તેમાં કૈ દ્રાક્ષ અને સાકર જેવા સ્વાદુ પદાર્થના ઉપયોગ કરવા એ ઇંદ્રિયજયના નહિ, પ ઇન્દ્રિયાને બહેકાવવાના જ રસ્તા છે. આમ છતાં બુદ્ધ ભગવાને આવાં જીવનથી મુક્તિ જોઈ એ એમનાં જ્ઞાનની અલિહારી છે!
છેવટે તેઓ યાદિ ગુણેા પર આવે છે. જો તેમાં દયા, દાન, પરાપકાર વગેરે ગુણેાની જોરદાર હિમાયત કરવામાં આવી હાય તા તેના શ્રેષ્ઠ સમજીને સ્વીકાર કરે છે, અન્યથા તેના ઉતરી ગયેલાં ફળની માફક ત્યાગ કરે છે. આ પરથી ધર્માચરણમાં તપની કેટલી આવશ્યક્તા છે, તે બરાબર સમજી શકાશે.
૨-તપની મંગલમયતા
જેનાથી વિઘ્નના વિનાશ થાય અને કલ્યાણની પ્રાપ્તિ
Page #11
--------------------------------------------------------------------------
________________
તપની મંગલમયતા થાય તે મંગલ કહેવાય છે. આ મંગલ બે પ્રકારનું હોય છે. એક તે સંસારવ્યવહારમાં આવતી મુશ્કેલીઓને મટાડી ભૌતિક કલ્યાણ કરનારું અને બીજું આત્મવિકાસમાં બાધક એવા અપ્રશસ્ત ભાવને દૂર કરી પરમાનંદની પ્રાપ્તિ કરાવનારું. આમાંનાં પ્રથમ મંગલને દ્રવ્યમંગલ કહેવામાં આવે છે અને બીજા મંગલને ભાવમંગલ કહેવામાં આવે છે. તપમાં આ બંને મંગલની શક્તિ રહેલી છે, એટલે તે સર્વશ્રેષ્ઠ મંગલ ગણાય છે.
તપથી વિદતની પરંપરા દૂર થવાનાં અનેક દૃષ્ટાંતે ઇતિહાસના ચોપડે ચડેલાં છે અને અમે પોતે પણ તેને અનુભવ કરે છે. તે અનુભવ અહીં ટૂંકમાં રજૂ કરીએ તે અનુચિત નહિ ગણાય. | મુખ્યત્વે જન સાહિત્યનાં પ્રકાશન-પ્રચાર માટે અમે અમદાવાદ ખાતે નિર્માણ કરેલું તિ કાર્યાલય લીમીટેડ તેના અતિ વિસ્તારને લીધે તથા પૂરતા ઉત્તજનના અભાવે આર્થિક ભીંસમાં આવ્યું. તેને બચાવવા માટે અમે તનતોડ પ્રયાસ કર્યા, પણ તે બચી શકયું નહિ. પરિણામે તે બંધ પડ્યું (સને ૧૯૪૦ ના માર્ચ), ત્યારે અમારા સર્વ સાધન ખૂટી ગયાં હતાં અને માથે મોટી રકમનું દેવું આવી પડયું હતું. આ સ્થિતિમાં કુટુંબને નિર્વાહ કેમ કરે ? એ પણ એક સમશ્યા હતી. પરંતુ લગભગ વગર મૂડીએ થઈ શકે એ વૈદકનો ધંધો શરૂ કરીને તેને અમે તેડ કાઢયો અને થોડા વખત પછી રીતસરનું દવાખાનું ચલાવવા માંડયું. પુરુષાથીને કહ્યું અલભ્ય નથી,
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૦
તપની મહત્તા
એ સૂત્રમાં અમારી પૂર્ણ શ્રદ્ધા હતી, એટલે આ પરિસ્થિતિ સુધારી લેવા માટે વિવિધ પ્રયાસ ચાલુ હતા.
એ પ્રયાસના પરિણામે એક મોટી પેજના ઘડાઈ અને તે અમલમાં આવી હતી તે જરૂર એક જ ધડાકે અમારી સર્વે મુશ્કેલીઓ દૂર થઈ હેત, પણ છેલ્લી ઘડીએ એ રોજના તૂટી પડી. ત્યાર પછી થોડા વખતે બીજી યોજના ઘડી, પરંતુ તેના પણ એ જ હાલ થયા. ત્યાર બાદ ત્રીજી ચેજના તૈયાર કરી તેને આગળ ધપાવવાને પ્રયાસ કર્યો, પણ તેને યે પ્રારંભ થવા પામ્યું નહિ. ચેથી-પાંચમી યેજના પણ આ રીતે જ નિષ્ફળ ગઈ. ત્યારે અમને લાગ્યું કે જરૂર આમાં કર્મજન્ય કે પ્રાગિક અંતરાય નડી રહ્યો છે. અમારી સામે છેડા વખત પહેલાં એક મંત્રપ્રયાગ થયું હતું, તે અમે જાણતા હતા, પણ જેને પ્રભુ પાર્શ્વનાથ તથા માતા પદ્માવતીજીનું શરણ છે, તેને કંઈ થાય નહિ, એ બાબતમાં અમારે દઢ વિશ્વાસ હતો, એટલે અમે તેની દરકાર કરી ન હતી. આખરે અમે એવા નિર્ણય પર આવ્યા કે ગમે તે કારણે લાભમાં અંતરાય થાય છે, માટે અંતરાયને તેડવાને પ્રયત્ન કરે. પછી અમે અંતરાયકર્મની પૂજા ભણાવી એક વર્ષ સુધી પાંચપવી ઉપવાસ કરવાને અભિગ્રહ કર્યો. અમારાં સુશીલ ધર્મપત્ની અ.સૌ. ચંપા આ કાર્યમાં સાથે જોડાયાં.
ઉપવાસના દિવસે પણ અમે રાબેતા મુજબનું કાર્ય
Page #13
--------------------------------------------------------------------------
________________
તપની મંગલમયતા
કરતા હતા, પણ તેથી કોઈ હરકત આવતી નહિ, એટલે ઉપવાસ નિર્વિદન ચાલુ રહ્યા.
અઠ્ઠાવીસમા ઉપવાસે રાત્રે સ્વપ્ન આવ્યું, તેમાં શ્વેતવસ્ત્રધારી અને શ્વેત દાઢીવાળા એક મહાપુરુષનાં દર્શન થયાં. તેમને ચહેરે આજે પણ અમારા સ્મૃતિપટ પર તરવરી રહ્યો છે. તેમણે અમને સીધે પ્રશ્ન કર્યો કે “દૈવી શક્તિ (Supernatural power)માં તારે વિશ્વાસ છે ?” અમે કહ્યું: “એ શક્તિ વિશે ઘણું ઘણું સાંભળ્યું છે, પણ અનુભવ થયો નથી, એટલે વિશ્વાસ તે એ જ ગણાય. ત્યારે તેમણે કહ્યું: “એ વિશ્વાસ શી રીતે બેસે ?” અમે કહ્યું
કઈ વસ્તુ એવી કહો કે જે મનુષ્ય કલ્પી શકે નહિ.” તેજ વખતે એ મહાપુરુષે એક બેડ તરફ ધ્યાન ખેંચ્યું અને એમાં શું લખ્યું છે? તે બરાબર ધ્યાનમાં રાખવાનું સૂચન કર્યું. એ વસ્તુ અમારાં ધ્યાનમાં બરાબર રહી ગઈ. પછી તેઓ અદૃશ્ય થયા અને સ્વપ્ન પણ અદશ્ય થયું.
અમે અમારી અત્યંત અજાયબી વચ્ચે જોયું કે તે મહાપુરુષે બેડ પર જે કંઈ બતાવ્યું હતું, તે સાવ સાચું નીવડયું હતું. આથી દૈવીશકિત ઉપર અમારો વિશ્વાસ બેઠે. ફરી ત્રીશમા ઉપવાસની રાત્રિએ સ્વપ્ન આવ્યું અને તેજ મહાપુરુષનાં દર્શન થયાં. તેઓ અમને પૂછવા લાગ્યા કે “કેમ વિશ્વાસ બેઠે?” એમે કહ્યું, “હા. વિશ્વાસ બેઠેપણ કઈક લાભ થાય એવું બતાવે.' તેમણે કહ્યું: “હાલ. વિશેષ લાભ થવાને યોગ નથી, પણ હું જે કંઈ કહું છું,
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૨
તપની મહત્તા
તેથી અમુક લાભ થશે.” પછી તે મંગલમૂર્તિ એટલું કહીને અદશ્ય થઈ કે જ્યારે પણ સંકટ આવે ત્યારે મારું ધ્યાન ધરજે, તને હું સહાય કરીશ. અને તેમણે આવાહન કરવાને એક મંત્ર આપ્યું. પછી તે મહાપુરુષે જે કહ્યું હતું, તે પ્રમાણે કરવાથી અમુક લાભ જરૂર થયે.
તે દિવસથી અમારા માનસિક વલણમાં મોટો ફેરફાર થયે અને આધ્યાત્મિક વિદ્યા પર વિશ્વાસ જામે. પરિણામે અમે ધર્મશાસ્ત્ર, યોગશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર, તંત્રશાસ, માનસશાસ્ત્ર તથા નૂતન વિજ્ઞાન વગેરેનું વાચન ખૂબ વધારી દીધું અને એ વિષયના કેઈ પણ જાણકારી મળે કે તેનો પરિચય સાધો શરૂ કર્યો. આ પ્રવૃત્તિ આજ સુધી ઓછાવત્તા અંશે ચાલુ રહી છે. અહીં એટલી નેંધ કરવી ઉચિત ગણાશે કે ઉક્ત મહાપુરુષનું બે વાર સંકટસમયમાં ધ્યાન ધર્યું હતું અને બન્ને વાર ન કલ્પી શકીએ તેવી રીતે અમને સહાય મળી હતી.
અમારો અભિગ્રહ નિર્વિન પૂરો થયે અને છેડા દિવસમાં જ સંગે પલટે લેતા હોય તેમ જણાયું. જે કામ અણી પર આવીને તૂટી જતાં હતાં, તે હવે ધીમી ગતિએ પણ પાર પડવા લાગ્યાં ને એમ કરતાં બેત્રણ વર્ષના ગાળામાં જ અમે બધી મુશ્કેલીઓમાંથી પાર ઉતરી ગયા. ત્યાર પછી જેમાં અમને ખૂબ રસ હતું, એ સાહિત્યસર્જનનું કામ ફરી શરૂ કરવાના સંયેગો ઉત્પન્ન થયા, એટલે દવાખાનું આપી અમે સાહિત્યસર્જનનાં કામમાં
Page #15
--------------------------------------------------------------------------
________________
તપના પ્રભાવ
૧૩
જોડાયા. એ કામ જૈનસાહિત્ય-વિકાસ–મંડળનાં નામથી થવા લાગ્યું. ત્યાંથી પ્રતિકમણુસૂત્ર-પ્રોપટીકાનાં સને અમને સારા યશ આપ્યા. ત્યારથી અમારી સાહિત્યસર્જનની પ્રવૃત્તિ એક સરખી ચાલુ રહી છે અને તેના દ્વારા અમારા ચાગ-ક્ષેમનું વહન આજપર્યંત સારી રીતે થતુ રહ્યુ છે.
તાત્પર્ય કે તપથી વિઘ્નની પરંપરા દૂર થાય છે અને તેથી તે મંગલરૂપ છે, એમાં કાઈ સંશય રાખવા જેવા નથી. પાઠકેને આ ખાખતના સ્વયં અનુભવ કરી જોવાની અમારી ખાસ ભલામણ છે.
૩–તપના પ્રભાવ
તપના પ્રભાવ અચિંત્ય છે. તે માટે જન મહિષ એએ કહ્યું છે કે—
यस्माद् विघ्नपरंपरा विघटते दास्यं सुराः कुर्वते, कामः शाम्यति दाम्यतीन्द्रियगणः कल्याणमुत्सर्पति ॥ उन्मीलन्ति महर्धयः कलयति ध्वंसं चयः कर्मणां, स्वाधीनं त्रिदिवं शिवं च भजति श्लाध्यं तपस्तन्न किम् ॥
· જે તપથી વિઘ્નની પરંપરા દૂર થાય છે, દેવેા દાસ થઈ ને રહે છે, કામવાસના શમી જાય છે, ઇંદ્રિયા પર કાબૂ મેળવી શકાય છે, કલ્યાણુ વૃદ્ધિ પામે છે, મહાન પ્રાપ્ત થાય છે, કર્મ ૫ સમૂહને નાશ થાય છે, સ્વગ સ્વાધીન થાય છે અને મેક્ષ પામી શકાય છે, તે તપ વખાણુવા ચેાગ્ય નથી શું?”
अथिरंपि थिर वकंपि उज्जुअं दुलहं वि तह-सुलहं । दुरुज्झं वि सुरुज्झं तवेण संपज्जए कज्ज ं ॥
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪
તપની મહત્તા
- “ તપના પ્રભાવથી અસ્થિર હોય તે સ્થિર થાય છે, વાંકું હેય તે સરલ થાય છે, દુર્લભ હોય તે સુલભ થાય છે અને જે ઘણા પ્રયને સાધી શકાય તેવું હોય તે સરલતાથી સાધી શકાય છે.” किं बहुणा भणिपणं, जं कस्स वि कह वि कत्थ सुहाई ॥ दीसंति भवणमझे, तत्थ तवो कारणं चेव ॥
વધારે વર્ણન કરવાથી શું ? જગતમાં કઈને કયાંય કંઈ પણ સુખ દેખાય છે, તેનું કારણ તપ જ છે.”
મનુસ્મૃતિમાં કહ્યું છે કે – ઔષધીજો વિદ્યા થી જ વિવિધા રિથતિ ! तपसेन प्रसिद्धयन्ति, तपस्तेषां हि साधनम् ।। .
રસાયણની સિદ્ધિ ઘણી કઠિન મનાય છે, પણ તે તપથી સિદ્ધ થાય છે. શારીરિક અને માનસિક અનેક પ્રકારના રોગે મનુષ્યને સતાવે છે, પણ તપથી તે બધાને દૂર રાખી નીરગી સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે. કોઈ પણ પ્રકારની વિદ્યા સિદ્ધ કરવી હોય તે તે તપથી સિદ્ધ કરી શકાય છે. અથવા આકાશગમનાદિ વિવિધ પ્રકારની દૈવી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તે તે પણ તપથી સિદ્ધ કરી શકાય છે. આમ તપ એ વિવિધ પ્રકારની સિદ્ધિઓનું સાધન છે.
વિષ્ણુસ્મૃતિમાં કહ્યું છે કે – आश्चरं यद्दरापं यद्दरं यच्च दुष्करम् । सर्व तत्तपसा साध्यं, तपो हि दुरतिक्रम् ॥
Page #17
--------------------------------------------------------------------------
________________
નંદિશ્રેષ્ણુની કથા
!
- પર્યંત વગેરે જે દુર્ગમ સ્થાન છે, આકાશગમનાક્રિ જે દુષ્પાપ સિદ્ધિઓ છે, સુમેરુ આદિ જે દૂર દેશ છે અને સમુદ્રપાન વગેરે જે દુષ્કર કમ છે, તે સર્વ તપથી સિદ્ધ થાય છે. આ જગતમાં કાઇ એવા પદાર્થ નથી કે જે તપ વડે પ્રાપ્ત થઈ ન શકે.’
૧૫
વળી સ્મૃતિમાં ‘સામૂજી સર્વમિત્તૈવમાનુષજ સુલમ્-દેવતા અને મનુષ્યનું આ સર્વ સુખ તપથી પ્રાપ્ત થાય છે” એવાં વચના દૃષ્ટિગોચર થાય છે, એટલે તપના પ્રભાવ અચિંત્ય છે, એ બાબતમાં કાઈ વિવાદ નથી.
તપથી અપૂર્વ રૂપ, અનુપમ સૌભાગ્ય અને ઇચ્છિત સુખની પ્રાપ્તિ થાય છે, એની પ્રતીતિ ન ર્દિષેણની કથા કરાવશે. ૪-નંદિષેણુની કથા
6
નાનપણમાં કોઈનાં માતાપિતા
મરશે નહિ? એ એ ૫ક્તિ લેાકકવિએ ઘણી વાર ગાય છે, કારણ કે એવાં બાળકોને માથે દુ:ખ પડવાનું માકી રહેતું નથી. વિપ્ર નંદ્રિષણની ખાખતમાં આવું જ બન્યું હતું. તેને હજી દાંત પણ ફૂટયા ન હતા કે તેના માતાપિતા મૃત્યુ પામ્યા હતા અને તે છેક નિરાધાર હાલતમાં આવી પડયા હતા. વળી તેનું શરીર પણ ઘણું કદરૂપુ' હતું, એટલે તેના પર કાઈને પ્રીતિ ઉપજતી નહિ. પરંતુ રણમાંયે મીઠી વીરડી હાય છે, એ ન્યાયે મામાને તેના પર દયા આવી ને તે પેાતાને ઘરે લઈ જઈ તેને ઉછેરવા લાગ્યા.
સામાન્ય રીતે મેાસાળમાં બાળકોને ખૂબ લાડકોડથી
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૬
તપની મહત્તા
ઉછેરવામાં આવે છે, પણ અહી પરિસ્થિતિ જૂદી હતી. મામી ખૂબ આકરા સ્વભાવના હતા, એટલે નર્દિષણની વારંવાર ખબર લેતા અને નાની સરખી ભૂલ થઇ કે વેલણ યા લાકડીના ઉપયાગ કરતા. પરંતુ મામા દયાળુ સ્વભાવના હતા, એટલે આવા વખતે વચ્ચે પડતા અને તેને
બચાવ કરતા.
આ રીતે અનેક જાતની મુશીખતા વેઠતા નર્દિષ માટા થયા અને ચુવાનીમાં આવ્યા, ત્યારે મામાએ કહ્યુ કે ‘ન દિષેણુ ! તારા શાંત સ્વભાવ મને બહુ ગમે છે. વળી તું ડાહ્યો અને કામગરા છે, એટલે તને મારી મોટી પુત્રી પરણાવીશ.’ ઉત્તરમાં નર્દિષણ કઈ એા નહિ, એટલે તેને સંમતિ માની મામાએ વાત આગળ વધારી. મામાને કુલ સાત પુત્રીઓ હતી અને તે બધી જ કુંવારી હતી, એટલે તેમને ઠેકાણે પાડવાની ચિંતા મનમાં ઘેાળાતી ડાય એ સ્વાભાવિક છે. આજે પણ બહુ પુત્રીઓના પિતાની સ્થિતિ કેવી હાય છે, તે આપણે જાણીએ છીએ.
માટી પુત્રીને ખબર પડી કે પિતાજી મારાં લગ્ન નર્દિષણ સાથે કરવાના વિચાર પર આવ્યા છે, એટલે તેણે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ' કે ‘ પિતાજી ! તમે કહેશે તા કૂવે પડીશ, તમે કહેશે। તા વિષપાન કરીશ અને તમે કહેશે તા ચિતામાં પ્રવેશ કરીશ, પણ આ બદસુરત નદિ ભેશુ સાથે તે નહિ જ પરણું.'
આગળના જમાનામાં મામાની પુત્રી સાથે લગ્ન કર
Page #19
--------------------------------------------------------------------------
________________
નર્દિષણની કથા
"
વાના રિવાજ વ્યાપક હતા અને આજે પણ ક્ષત્રિય વગેરેમાં એ જ રીતે લગ્નો થાય છે. નર્દિષેશને આ વાતની ખમર પડી, એટલે ઘણું માઠું લાગ્યું, પણ મામાએ આશ્વાસન આપીને જણાવ્યું કે. ‘ તું કોઈ ફીકર કરીશ નહિ. તને મારી બીજી પુત્રી પરણાવીશ. આશ્વાસનના એ મધુર શબ્દો માનવહૃદયમાં કેવું અમી સીંચે છે, તે કેાઈથી અજાણ્યું નહિ ડાય. આ શબ્દોએ નદિષેણુનાં તૃપ્ત હૃદય પર અમીનું સીંચન કર્યું. અને તે પૂર્વવત્ પોતાનાં કામમાં મગ્ન રહેવા લાગ્યા. પરંતુ બીજી પુત્રીએ પણ પહેલીના જેવા જ જવામ આપ્યા, એટલે નંદ્રિષણની નવપલ્લવિત થયેલી આશા વીજળીથી વૃક્ષ તૂટી પડે તેમ તૂટી પડી અને ફરી તે નિરાશાનાં વમળમાં ગેાથાં ખાવા લાગ્યા.
૧૭
મામાને નર્દિષેણ પર વહાલ હતું, એટલે તે એને કોઈપણ રીતે રાજી રાખવા ઈચ્છતા હતા, તેથી ત્રીજી પુત્રીની વાત ઉપાડી, પણ એમાં ચે લીભૂત થયા નહિ. એમ કરતાં ચેાથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી પુત્રીના પ્રસ્તાવ કર્યાં, પણ અધી પુત્રીએ ના પાડી દીધી. આથી ન દિષણનું હૃદય ભારે વ્યથા અનુભવવા લાગ્યું, આખરે મામાએ કહ્યું કે ‘નંદિષણ ! તુ નિરાશ થઈશ નહિ. તને કાઈ બીજી કન્યા પરણાવીશ. પછી તેમણે નર્દિષણ માટે કન્યા શોધવા માંડી, પણ કેાઈ એ મ્હોં માંડ્યું નહિ. સહુએ નર્દિષેણુના તિરસ્કાર કર્યો. આથી નદિષણને તે ગામમાં રહેવું અકારું થઈ પડયું અને એક રાત્રે ગુપચૂપ મામાનાં ઘરના ત્યાગ કર્યો.
>
૨
Page #20
--------------------------------------------------------------------------
________________
તપની મહત્તા
વાતાવરણ બદલાવાથી માણસનાં મનમાં પલટો આવે છે અને તે પેાતાનું દુઃખ ભૂલી જાય છે, એ અનુભવ નર્દિષણને પણ થયા, તાત્પર્ય કે જુદાં જુદાં સ્થાનના પ્રવાસ કરતાં તે પેાતાનુ' દુઃખ વિસરી ગયા. પરંતુ એક વખત કોઈ નગરનાં ઉદ્યાનમાં તે આરામ કરી રહ્યો હતા, ત્યાં સ્ત્રીપુરુષનાં એક યુગલને નિર'કુશ ક્રીડા કરતુ જોયુ, એટલે વિસરાઈ ગયેલું દુ:ખ તા' થયું' અને તે પેાતાના ભાગ્યને વારંવાર નિઢવા લાગ્યા. એમ કરતાં તે એવા નિણ્ય પર આન્યા કે ‘આ રીતે જીવવા કરતાં મરવુ શુ ખાટુ ?? મનુષ્યને જ્યારે પેાતાનાં જીવનમાં કોઇ જાતના રસ રહેતા નથી, ત્યારે મૃત્યુ તેને મીઠું લાગે છે.
૧૮
'
નર્દિષણ ઉદ્યાનના એક નિર્જન ભાગમાં આન્યા અને ત્યાં ગળે ફાંસો ખાવાની તૈયારી કરી, ત્યાં પાસેની વૃક્ષ ઘટામાંથી એક અવાજ આળ્યે સબૂર ! સબૂર ! આવુ સાહસ કરીશ નહિ. તારે સુખ મેળવવું હોય તેા ધર્મને શરણે જા. ’
અચાનક આવા શબ્દો સાંભળતાં નર્દિષણ સાવધ થયા અને ચારે ખાનુ ઝીણી નજરે જોવા લાગ્યા. ત્યાં ધીર ગંભીર મુદ્રાએ ઊભા રહેલા એક મુનિ તેની નજરે પડયા. નર્દિષણ તેમની પાસે ગયા અને ચરણે ઝુકયા. મુનિએ તેને ધર્મલાભ આપ્યા અને કહ્યું કે હે મહાનુભાવ! लभंति विडला भोगा, लभति सुरसंपया । लभंति पुत्तमित्तं च, एगो धम्मो दुलम्भइ ॥
Page #21
--------------------------------------------------------------------------
________________
નદિષેણુની કથા
૧૯
પ્રાણીએ આ જગતમાં અનેક પ્રકારના ભાગેા મેળવી શકે છે, વળી દેવતાઓની સંપત્તિ પણ પામી શકે છે અને પુત્ર તથા મિત્રો પણ પામી શકે છે, પરંતુ એક ધમ સહેલાઈથી પામી શકતા નથી.'
66
'भवकोटिदुष्प्रापमवाप्य नृभवादिसकलसामग्रीम् । भवजलनिधियानपात्रे, धर्मे यत्नः सदा कार्यः ॥
• ક્રોડા ભવમાં પરિભ્રમણ કરતાં કવચિત્ પામી શકાય તેવી મનુષ્યભવ વગેરે સ સામગ્રી મેળવીને સંસારસાગરમાં નાવ સમાન એવા ધમ માટે સદાય પ્રયત્ન કરવા. આ ધર્મ એ પ્રકારના છેઃ એક સાધુ ધર્મ અને ખીજો ગૃહસ્થ ધમ. તેમાં સાધુધમ ઉત્તમ છે અને તેનુ યથા પાલન કરવામાં આવે તે મનુષ્યને મુક્તિનુ સુખ આપી શકે છે. પછી તેમણે સાધુઓનાં મહાવ્રત વગેરેની સમજણ આપી, એટલે નદિષણે ભીષણ ભવસાગરને પાર પામવા માટે ભાગવતી દીક્ષા અંગીકાર કરી.
શ્રામણ્ય અથવા સાધુપણાને પામેલા એ નર્દિષણ મુનિએ અહિંસા, સંયમ અને તપનું ઉત્કૃષ્ટ આરાધન કરવા માંડયું. તેમાં યે તપને તેમણે વિશેષ મહત્ત્વ આપ્યું અને તેને પેાતાનાં જીવનમાં વણી લીધુ. અનુક્રમે તે શાસ્રસિદ્ધાંતા અભ્યાસ કરીને ગીતા થયા અને સરાવરમાં હુંસની જેમ શ્રમણુકુલમાં શેાલવા લાગ્યા. પછી તેમણે સાધુઓની સેવાશુશ્રૂષારૂપ વૈયાવૃત્ત્વ કરવાના અભિગ્રહ લીધેા, એટલે ખાલ, ગ્લાન, શૈક્ષ વગેરે સાધુઓનુ વૈયાવૃત્ત્વ કરીને જ આહારપાણી વાપરવાના નિયમ રાખ્યું.
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૦ :
તપની મહત્તા
નંદિષેણ મુનિ આ નિયમનું દઢતાથી પાલન કરતા હતા, એટલે ધીમે ધીમે તેમની કીતિ સર્વત્ર પ્રસરી ગઈ અને લેકે શતમુખે તેમનાં વખાણ કરવા લાગ્યાં.
પરવીન
કલ્પના અને કીતિ વગર પાંખે ઉડે છે અને ફરસુદૂર પહોંચી જાય છે, એટલે નંદિષેણ મુનિની આ કીતિ સ્વર્ગનાં સિંહાસન પર વિરાજી રહેલા ઇંદ્ર મહારાજ સુધી પહોંચી અને તેમણે એક દિવસ ભરસભામાં તપસ્વી નંદિBણ મુનિનાં વખાણ કર્યા. તે બે દેવોથી સહન થયાં નહિ, એટલે તેમણે નંદિષેણમુનિની પરીક્ષા કરવાને વિચાર કર્યો. દરેક નિયમની પરીક્ષા કે કસોટી થાય છે, એમ અનુભવીએએ કહ્યું છે, તે ખોટું નથી.
નંદિષેણ મુનિ પારણું કરવાની તૈયારીમાં હતા, ત્યાં પિલે શિષ્ય આવી પહેચ્ચે અને કહેવા લાગ્યું કે, “હે મુનિ! તમારી પ્રતિજ્ઞા સાધુઓનું વૈયાવૃત્ય કરીને આહાર પાણી વાપરવાની છે તે ખાવા કેમ બેસી ગયા? આ નગરીની બહાર એક વદ્ધ સાધુ આવેલા છે, તે અતિસારના રોગવાળા છે અને ભૂખ્યા-તરણ્યા છે.”
રક નિયણિમુનિના બે થી
એટલે નંદિપેણ મુનિ પારણું કરવાનું મુલતવી રાખી ઊભા થયા ને શુદ્ધ પાણું વહોરી લાવી નગર બહાર વૃદ્ધ મુનિ પાસે ગયા. ત્યાં એ મુનિએ આક્રોશ કરીને કહ્યું કે
અરે અધમ ! તારી પ્રતિજ્ઞા કયાં ગઈ? હું અહીં આવી અવસ્થામાં પડયો છું ને તું તે પારણું કરવા બેસી ગયો.”
Page #23
--------------------------------------------------------------------------
________________
નદિષણની કથા
આપણને કેાઈ ઊંચા સાદે બોલાવે કે આપણે તિરસ્કાર કરે તે કેવું થાય છે? પણ નંદિષેણ મુનિ ક્ષમાની મૂર્તિ હતા. તેઓ આ વચનોથી ક્ષેભ પામ્યા નહિ. તેમણે કહ્યું કે “હે મુનિ ! મારે અપરાધ ક્ષમા કરે. હવે હું આપની સેવામાં હાજર છું. ” પછી તેમને પાણી પીવડાવ્યું અને બેઠા થવા કહ્યું. ત્યારે પેલા મુનિએ કહ્યું : “ અરે મૂર્ખ ! જેતે નથી કે હું કેટલે અશક્ત થઈ ગયે છું! આ હાલતમાં બેઠે કેમ કરીને થાઉં?”
નંદિષેણ મુનિએ કહ્યું: “હું આપને બેઠા કરું છું.” પછી વૃદ્ધ સાધુને ધીમેથી બેઠા કર્યા અને જણાવ્યું કે “જે આપની ઈચ્છા હોય તે આ નગરમાં લઈ જાઉં. ત્યાં આપને વધારે શાતા રહેશે. ” વૃદ્ધ મુનિએ એ વાત ભૂલ કરી, એટલે નંદિષેણ મુનિએ તેમને ખભે બેસાડયા અને નગર ભણે ચાલવા માંડ્યું.
નિરંતર માલમલીદા ઝાપટનારનું શરીર અલમસ્ત હેય છે અને તપસ્વીઓનું શરીર દુર્બળ હોય છે. આ રીતે નંદિષેણ મુનિનું શરીર દુર્બળ હતું, એટલે તેઓ ધીમે ધીમે ઈસમિતિ શોધતાં ચાલતા હતા. એવામાં પેલા વૃદ્ધ મુનિએ પિતાનાં શરીરનું વજન વધારી દીધું. હાગને જાણનારાઓ પણ પિતાનાં શરીરનું વજન ખૂબ વધારી શકે છે, તે દેવેનું કહેવું જ શું? તેઓ અદભુત શક્તિવાળા હોય છે.
આ રીતે ખભા પરનું વજન ખૂબ વધી જતાં નંદિણ મુનિ ધ્રુજવા લાગ્યા અને તેમના પગ ઊંચાનીચા
Page #24
--------------------------------------------------------------------------
________________
તપની મહત્તા
૮ અરે
પડવા લાગ્યા. ત્યારે પેલા વૃદ્ધ મુનિએ કહ્યું કે અધમ! તું આ શું કરી રહ્યો છે? તે તેા મારા આખા શરીરને હચમચાવી નાખ્યું. શું તારા આ ચાલવાના ઢગ છે ?”
6
મારા ચાલવાથી આપને કઈ અશાતા
આવાં કશું વચન સાંભળવા છતાં નર્દિષણ મુનિને એ વૃદ્ધ સાધુ પર જરાયે ક્રોધ આવ્યા નહિ. તેમણે પૂવત્ શાંતિથી કહ્યું : ઉપજી હોય તા ક્ષમા માગુ છું. હવે હું ખરાખર ચાલીશ. ’ થોડું આગળ ચાલતાં વૃદ્ધ મુનિએ નર્દિષેણુના ખભા ઉપર જ ઝાડો કર્યો. તેની દુર્ગંધ અસહ્ય હતી, પરંતુ નર્દિષણ મુનિનું તેા રૂંવાડુ એ કયું નહિ. એ તે એક જ વિચાર કરી રહ્યા હતા કે · આ વૃદ્ધ મુનિને હું કઈ રીતે શાતા પહાંચાડું! ' ત્યાગ, તપ અને સેવાનો આટલા ઊંચા આદર્શ અન્યત્ર આપણને જોવા મળે છે ખરી?
"
એમ કરતાં વસતિ આવી એટલે નર્દિષણ મુનિએ શ્રીમથી પેલા વૃદ્ધ સાધુને નીચે ઉતાર્યાં અને તેમનું શરીર સાફ કરવાની તૈયારી કરી. પણ દૈવને જે પરીક્ષા કરવી હતી, તે થઈ ગઈ હતી અને તેમાં નષણ મુનિ પૂરેપૂરા પાર ઉતર્યાં હતા, એટલે તેણે વિષ્ટાનું હરણ કર્યું", પેાતાનું મૂળ સ્વરૂપ પ્રકટ કર્યું" અને ત્રણ પ્રદક્ષિણા દઈ ને નદિષણ મુનિને નમસ્કાર કર્યા. પછી ઈંદ્રસભામાં શું બન્યું હતું? તે વાત જણાવી અને આપને શું આપી શકીએ?' એ પ્રશ્ન કર્યાં. પરંતુ નદિષણ મુનિ નિઃસ્પૃહ હતા. તેમણે કહ્યું કે
C
મે... અતિ દુર્લભ ધર્મ પ્રાપ્ત કર્યા છે, તેના કરતાં આ
Page #25
--------------------------------------------------------------------------
________________
નર્દિષેણુની કથા
૨૩
જગતમાં વધારે સારી વસ્તુ કઈ છે કે આપની પાસે તેની માગણી કરું ?' આ શબ્દો સાંભળી દેવા વધારે પ્રસન્ન થયા અને તેમની પ્રશંસા કરતાં પેાતાના માર્ગે સીધાવ્યા.
આ બનાવ પછી નર્દિષણ મુનિએ ઘણું તપ કર્યું. અને છેવટે સંથારો કર્યાં. આહારાદિના ત્યાગ કરીને દેહ છેડવા અને સથારા કર્યો કહેવાય છે. શાસ્ત્રોમાં તેને માટે અનશન તથા સલેખના શબ્દો પ્રસિદ્ધ છે.
વર્તમાન જીવનની લીલા સ`કેલવાનો સમય આવે છે, ત્યારે મનુષ્યને પેાતાનુ જીવન યાદ આવે છે. તેમાં જો સરવાળે દેખાય તેા આનદ આવે છે, બાદબાકી દેખાય તા શાક–સ તાષનો પાર રહેતા નથી. આ રીતે નર્દિષણ મુનિને પાતાનું જીવન યાદ આવ્યું અને પાતે કેવા દુર્ભાગી હતા? તેનું સ્મરણ થયું. એ સ્મરણે તેમની સુપ્ત વાસનાને જાગૃત કરી અને સંથારો કરનારે કામભાગની આશસારૂપ નિદાન ન કરવું જોઈએ, છતાં નિદાન કર્યું — નિયાણું કર્યું કે ‘મારા તપના પ્રભાવે હું આવતા જન્મમાં સ્ત્રીઓને અતિ વલ્લભ થાઉં.'
મુક્તિમાર્ગના પથિક ફ્રી સાંસારિક સુખની ઈચ્છા કરે એ ખરેખર! ઘણું જ કરુણ કહેવાય, પણ એ કરુણ ઘટના આંખના પલકારામાં બની ગઈ અને નર્દિષણ મુનિ કાલધર્મ પામી પેાતાનાં તપના પ્રભાવે શૌરીપુરના રાજા અંધકવૃષ્ણુિને ત્યાં દશમા પુત્ર વસુદેવ તરીકે ઉત્પન્ન થયા. તેમના સહુથી માટા ભાઈનું નામ સમુદ્રવિજય હતું કે જે બાવીશમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિના પિતા થાય.
Page #26
--------------------------------------------------------------------------
________________
તપની મહત્તા
વસુદેવ અત્યંત રૂપવાન હતા, તેમાં યૌવન આવ્યું, એટલે રૂપનુ” પૂછવું જ શું ? એ રૂપમાં એવી મેહકતા હતી કે કાઇપણ સ્ત્રી તેમને એકવાર નજરે જુએ કે પેાતાનુ ભાન ભૂલે અને તેમની પાછળ પાછળ ચાલવા લાગે. આપણા દેશમાં માધવાનલની વાત કહેવાય છે, તેના જેવા જ આ કિસ્સા હતા.
૪
આ વસ્તુએ સારાએ શહેરમાં ભારે તરખડાટ મચાબ્યા, એટલે પૌરજનોએ આવીને રાજા સમુદ્રવિજયને ( એ વખતે સમુદ્ર વિજય રાજા હતા ) એકાંતમાં કહ્યું કે ‘આપના લઘુ બંધુ વસુદેવનાં રૂપથી નગરની સર્વે સ્ત્રીએ મર્યાદાહીન મની ગઈ છે. જેએ તેમને એક વાર જુએ છે, તે પરવશ અની જાય છે, તેા નિત્ય હરતાં ફરતાં જુએ તેની શી વલે થાય ? માટે અમારું રક્ષણ કરો.' આ સાંભળી રાજા સમુદ્રવિજયે કહ્યું કે તમે બે ફીકર રહો. હું તેનો ખદોબસ્ત કરું છું.”
પછી વસુદેવ વંદન કરવા આવ્યા, ત્યારે રાજા સમુદ્રવિજયે કહ્યું કે · કુમાર ! કીડા માટે અધા વખત નગરમાં કરતાં તમારા દેહ દુબળ પડી ગયા છે, માટે હમણાં ઘરમાં જ રહે અને નવી નવી કલાઓ શીખેા. ' તે દિવ સથી વસુદેવ ઘરમાં રહી ગીત-નૃત્યાદિક અનેક કલા શીખવા લાગ્યા.
એક દિવસ કુબ્જા નામની દાસી રાજા સમુદ્રવિજયને માટે ઉત્તમ પ્રકારનું સુગંધી દ્રવ્ય કચેાળામાં ભરીને જતી
Page #27
--------------------------------------------------------------------------
________________
નદિષણની કથા
હતી, ત્યારે વસુદેવે તેમાંથી ચપટી ભરી, એટલે દાસીએ ટાણા માર્યા કે‘ આવાં લક્ષણૢાથી જ તમે ઘરમાં પૂરાયા છે.’
આ શબ્દોથી વસુદેવ ચમકયા અને દાસીને કહેવા લાગ્યા કે ‘જે સાચું હાય તે કહી દે, નહિ તા તારી ખેર નથી.’ આથી દાસીએ બધી વાત કહી સભળાવી. તે સાંભળીને વસુદેવને લાગ્યુ કે હુવે મારે આ નગરમાં રહેવુ ચેાગ્ય નથી. જ્યાં વડીલબ' એમ માનતા હોય કે હું નગરની સ્ત્રીઓને ભમાવી રહ્યો છું, ત્યાં મારે રહેવાનુ' પ્રયેાજન શું ?? તેજ રાત્રે વસુદેવે ગુટિકાપ્રયાગથી પાતાનુ રૂપ બદલ્યું અને નગરનો ત્યાગ કર્યો તથા સ્મશાનભૂમિમાં એક અનાથ મડદાંને ખાળી તેની પાસેના થાંભલા પર ચીઠ્ઠી મૂકી કે ‘વસુદેવ અગ્નિમાં પ્રવેશ કરીને મૃત્યુ પામ્યા છે.' આ સમાચારે શૌરીપુરના રાજમહેલમાં હાહાકાર મચાવી દીધા, પણ · તૂટી એની બૂટી નથી ’ એમ માની સહુએ મનનુ સમાધાન કર્યું" અને તેમની ઉત્તરક્રિયા કરી.
'
7
વસુદેવનું ચરિત્ર ઘણું મોટુ છે, ઘણું રોમાંચક છે, પણ તેનું ચિત્રણ કરવાનું આ સ્થાન નથી, એટલે ટૂંકમાં જણાવીએ છીએ કે વસુદેવે દેશાવરમાં ફરતાં અહેાંતર હજાર સ્ત્રીઓનું પાણિગ્રહણ કર્યુ અને રાહિણીના સ્વય વરમાં વરમાળા પહેરી, તે વખતે રાજા સમુદ્રવિજય વગેરે ના મેળાપ થયા. પછીથી તેઓ દેવક રાજાની પુત્રી દેવકીને પણ પરણ્યા. તેમાં રાહિણીની કૂખે અલદેવ કે અલરામ જન્મ્યા અને દેવકીએ સાતમા પુત્ર તરીકે શ્રીકૃષ્ણને જન્મ આપ્યા.
૨૫
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૬
* તપની મહત્તા * ત્યાર પછી રાજા સમુદ્રવિજય વગેરે સૌરાષ્ટ્રમાં આવ્યા, દ્વારકા વસી, યાદવવંશ અતિ ઉન્નતિને પામ્યા અને છેવટે સુરાપાનમાં મસ્ત થઈ તૈપાયન ઋષિની છેડતી કરતાં શાપ પણ પામે. પાયન મરીને અગ્નિકુમાર દેવ થયો અને તેણે દ્વારકાને સળગાવી. તે વખતે રહિણ, દેવકી તથા વસુદેવને બચાવી લેવા માટે બલરામ તથા શ્રીકૃષ્ણ તૈયાર થયા અને તેમને રથમાં બેસાડી એ રથને જાતે ખેંચવા લાગ્યા. પણ એ રથ નગરના દરવાજામાં આવ્યો કે જમીનમાં ખેંચી ગયે. બલરામ અને શ્રીકૃષ્ણ તેને બહાર કાઢવા કમર કસી, એવામાં અગ્નિકુમાર દેવે અંતરીક્ષમાંથી કહ્યું કે “અરે રામ-કૃષ્ણ! તમને આ કે Oામેહ થયે છે? મેં તમને પહેલેથી જ કહી દીધું છે કે યાદવેએ કરેલી ઉદ્ધતાઈનાં પરિણામે સમસ્ત દ્વારકાને અગ્નિથી નાશ થશે અને તેમાં તમારા બે સિવાય કે પણ બચી શકશે નહિ. એટલે હિણ, દેવકી તથા વસુદેવે શ્રી અરિષ્ટનેમિ ભગવાનનું ધ્યાન ધર્યું અને ચાર શરણ અંગીકાર કર્યો. એવામાં જ દરવાજાની શિલા તૂટીને તેમનાં મસ્તક પર પડી અને તેઓ કાળધર્મ પામ્યા.
પછી રામ અને કૃષ્ણ નગરની બહાર નીકળી ગયા. ત્યાં તૃષાતુર કૃષ્ણનું જરાકુમારના હાથે મૃત્યુ થયું અને બલરામ સંસાર છોડી સાધુ થયા.
તાત્પર્ય કે એક વખતને બદસુરત, બેડેળ અને નિરાધાર નંદિષેણ તપના પ્રભાવથી બીજા જન્મમાં રમણીઓને અતિ વલ્લભ થશે અને અપૂર્વ સિદ્ધિ પામી જગ
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૭"
તપથી પ્રાપ્ત થતી અનેક પ્રકારની લબ્ધિઓ તમાં પ્રસિદ્ધ થયે. આજે પણ લાખે ઘરમાં પ્રાતઃકાળ થતાં “વસુદેવાનંgવજુરમ” વગેરે પંક્તિઓથી વસુદેવનું સ્મરણ થાય છે અને અનેક પ્રસંગેએ તેમની. કથા કહેવાય છે. પ-તપથી પ્રાપ્ત થતી અનેક પ્રકારની લબ્ધિઓ
તપથી અનેક પ્રકારની લબ્ધિઓ એટલે વિશિષ્ટ શક્તિઓ ઉત્પન્ન થાય છે. તે માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે –
आमोसही पमुहा बहु लद्धि, होवे जास प्रमावे; अष्ट महासिद्धि नवनिधि प्रगटे, नमीए ते तप भावेरे!
“જેના પ્રભાવથી આમ ષધિ વગેરે અનેક પ્રકારની લબ્ધિઓ, અષ્ટ મહાસિદ્ધિ અને નવનિધિ પ્રકટ થાય છે, તે તપને દરેકે ભાવપૂર્વક નમવું ઘટે.”
લબ્ધિઓને પરિચય જન મહર્ષિઓએ નીચે મુજબ આપે છે – (૧) આમષધિલબ્ધિ-હસ્તાદિના સ્પર્શથી જ રોગીના
રેગ સારા થાય. (૨) વિપડૌષધિલબ્ધિ-પેશાબ સુવાસિત અને ઔષ
ધિરૂપ હોય. (૩) શ્લેમૌષધિલબ્ધિ-શ્લેષ્મ સુવાસિત અને ઓષધિ.
રૂપ હેય. (૪) મલાષધિ કે જલેાષધિલબ્ધિ-કાન, નાક તથા
તથા અંગને મેલ સુવાસિત તથા ઔષધિરૂપ હોય.
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૮
તપની મહત્તા
(૫) સર્વાિષાધલબ્ધિ-અંગના સ્પર્શથી વરસાદમાં વર
સતું પાણી અને નદીઓ વગેરેમાં વહેતું જલ સર્વ રેગોને નાશ કરે. તેમજ શરીરને સ્પર્શ પામેલ વાયુ પણ સર્વ રોગોનો નાશ કરે. નખ, કેશ, દાંત વગેરે સર્વ કંઈ ઔષધિનું કામ આપે. સંનિશ્રોતલબ્ધિ-શરીરના સર્વ ભાગથી સાંભળી શકાય એવી શક્તિ તથા એક ઇંદ્રિયથી બીજી ઇંદ્રિ
યનું કામ થઈ શકે એવી શક્તિ. (૭) રાજુમતિલબ્ધિ-બીજા મનુષ્ય કરેલા વિચારને
સામાન્ય રીતે જાણી શકાય એવી શક્તિ. (૮) વિપુલમતિલબ્ધિ-બીજા મનુષ્ય કરેલા વિચારો
ખૂબ સૂક્ષમતાથી જાણી શકાય એવી શક્તિ. (૯) કેવળીલબ્ધિ-વસ્તુના ભૂત, ભવિષ્ય અને વર્તમાન
કાલીન બધા પર્યાયે જાણવાની શક્તિ. (૧૦) વિદ્યાચારણુલબ્ધિ-એક જ પગલે હજારો માઈલ
દૂર જઈ શકે એવી લબ્ધિ. (૧૧) જઘાચારશુલબ્ધિ-સૂર્યનાં કિરણની મદદ વડે
આકાશમાં ગમન કરવાની શક્તિ. (૧૨) આશીવિષલધિ-કઈ પણ પશુ, પક્ષી કે મનુ
વ્યને શાપ આપીને મારી નાખવાની શક્તિ. (૧૩) કેષ્ઠબુધ્ધિલબ્ધિ-સૂત્ર અને અર્થ નિરંતર યાદ
રહે એવી અદભુત સ્મરણશક્તિ.
Page #31
--------------------------------------------------------------------------
________________
તપથી પ્રાપ્ત થતી અનેક પ્રકારની લબ્ધિ
૨૯
-
(૧૪) જબુદ્ધિબ્ધિએક જ અર્થ સાંભળીને તેના અનેક વિસ્તારને જાણી શકે તેવી શક્તિ.
(૧૫) પદાનુસારીધિ-એક પદથી સ્વબુદ્ધિ વડે ઘણું શ્રુતજ્ઞાન જાણી શકે તેવી શક્તિ. (૧૬) ક્ષીરાશ્રવ લબ્ધિ—જેથી વાણીમાં ઉત્તમેાત્તમ ક્ષીર જેવી મીઠાશ આવે તેવી શક્તિ.
(૧૭) મવાશ્રવલબ્ધિ—જેથી વાણીમાં ઉત્તમાત્તમ મધ જેવી મીઠાશ આવે તેવી શક્તિ. (૧૮) ધૃતાશ્રવલબ્ધિ—જેથી વાણીમાં ઉત્તમાત્તમ ધૃત જેવી મીઠાશ આવે તેવી શક્તિ. (૧૯) અક્ષીમહાનસીલબ્ધિ—એક જણુ ખાય તેટલા ખારાકને હાથ અડાડવાથી ગમે તેટલા જણુ ખાય તા પણ એ ખારાક ન ખૂટે તેવી શક્તિ. લાંખા વખત સુધી છઠ્ઠને પારણે છઠ્ઠું કરવાથી શ્રી ગૌતમ સ્વામીને આવી શક્તિ ઉત્પન્ન થઈ હતી.
(૨૦) વૈક્રિયલબ્ધિ—શરીરને ગમે તેવડું નાનુ માટુ અનાવી શકે તેવી શક્તિ.
(૨૧) તેજસલબ્ધિ—શરીરમાંથી તેોલેસ્યા મુકીને ગમે તેને માળી નાખે તેવી શક્તિ ગેાશાલકે શ્રી મહાવીર સ્વામી પાસેથી આ લબ્ધિ પ્રાપ્ત કરવાના વિધિ જાણી લીધા હતા. પછી તે વિધિ પ્રમાણે તપ કરતાં આ લબ્ધિ ઉત્પન્ન થઈ હતી અને પ્રસ`ગ આવ્યે જ્ઞાનદાતા ગુરુ ઉપર જ તેણે એ લબ્ધિના ઉપયાગ કર્યાં હતા..
Page #32
--------------------------------------------------------------------------
________________
તપની મહત્તા
પ્રભુ મહાવીર ચરમ શરીરી હાઈ એ લબ્ધિ તેમને ખાળી શકી ન હતી, પણ તેનાથી તેમને ઝાડામાં અમુક વખત સુધી લેહી પડયું હતું.
(૨૨) શીતલબ્ધિ—તેોલેશ્યાનું નિવારણ કરી શકે તેવી શક્તિ.
૩૦
(૨૩) આકાશગમનધિજેનાથી આકાશમાં વિચરી શકાય તેવી શક્તિ.
અરિહંત, ચક્રવતી, વાસુદેવ અને મળદેવની શક્તિને પણ લબ્ધિ કહેવામાં આવે છે. તે પણ પૂર્વભવામાં કરેલાં તપને પ્રભાવે જ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત શાસ્ત્રમાં બીજી પણ કેટલીક લબ્ધિએનું વર્ણન આવે છે, તે સવ -તપનાં બળથી પામી શકાય છે. ---અષ્ટમહાસિદ્ધિ પણ તપને આધીન છે.
ઉપર ઉપાધ્યાય શ્રી યશેવિજયજી મહારાજે અષ્ટમહાસિદ્ધિના ઉલ્લેખ કર્યાં છે, તે નીચે પ્રમાણે સમજવી ૧ અણુિમા—શરીરને અણુ જેવું નાનું કરી દેવાનુ સામર્થ્ય. આ સિદ્ધિના ખલથી તપસ્વી સૂક્ષ્મરૂપે સર્વત્ર વિચરી શકે છે અને કોઈની દષ્ટિના વિષય થતા નથી.
૨ મહિમા—શરીરને પર્વતાદિ જેવું મહાન કરી દેવાનું સામર્થ્ય. મહામુનિ વિષ્ણુકુમારે જરૂર પડતાં લાખ ચેાજન મેરુ પ્રમાણુ પેાતાનું શરીર માટુ' બનાવ્યું હતું. ૩ લઘિમા—શરીરને આકડાના રૂ જેવું હલકુ બનાવી
Page #33
--------------------------------------------------------------------------
________________
અષ્ટ મહાસિદ્ધિ પણ તપને આધીન છે
દેવાનું સામર્થ્ય. ૪ ગરિમા–શરીરનું વજન અત્યંત વધારી દેવાનું સામર્થ્ય. ૫ વશિતા-ગમે તેવા કૂર પ્રાણીઓને વશ કરી
લેવાનું સામર્થ્ય. પ્રકાઓ –ભૂમિમાં પણ જળની જેમ ઉન્મજ્જન નિમજ્જન કરી શકાય તેવું સામર્થ્ય. પ્રાપ્તિ-ગમે તેટલા દૂર રહેલા પદાર્થોને સ્પર્શ કરી શકવાનું સામર્થ્ય. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પિતાની આંગળીથી મેરુ પર્વતનાં શિખરને કે ચંદ્રને સ્પર્શ
કરી શકે છે. ૧૭ ઈશિતા–અપૂર્વ ઋદ્ધિ વિસ્તારવાનું સામર્થ્ય. આ
સિદ્ધિથી તપસ્વી ચકવતી કે ઈંદ્રના જેવી ત્રાદ્ધિ વિસ્તારી શકે છે.
કેટલાકે આ સિદ્ધિઓ વેગથી પ્રાપ્ત થવાનું માન્યું છે, પણ જૈન મહર્ષિઓનાં તપની વ્યાખ્યા એટલી વ્યાપક છે કે યોગવિદ્યા તેના પેટાળમાં સમાઈ જાય છે. આગળ તપના પ્રકાર વગેરે વાંચવાથી આ વસ્તુની વધારે પ્રતીતિ થશે. ૭–નવનિધિ પણ તપથી જ પ્રકટે છે.
નવનિધિ અંગે જન શાસ્ત્રોમાં નીચેની ગાથા દષ્ટિગોચર થાય છે –
णेसप्पे पंडयए पिंगलए सव्वरयणमहाप उमे । काले य महाकाले माणवग महानिर्हि संखे ॥
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૨.
તપની મહત્તા
(૧) નૈસર્પ, (૨) પાંડુક, (૩) પિંગલક, (૪) સર્વરત્ન, (૫) મહાપ, (૬) કાલ, (૭) મહાકાલ, (૮) માણવક અને (૯) શંખ (એ નવનિધિ કે નવનિધાને છે.)
પ્રવચનસારોદ્ધારની ટીકામાં જણાવ્યું છે કે આ નવનિધિમાં શાશ્વત કલ્પનાં પુસ્તક હોય છે અને તેમાં વિશ્વસ્થિતિનું કથન હોય છે, એટલે તેને એક પ્રકારને જ્ઞાનને પ્રજાને સમજવાનું છે. નૈસર્ષનિધિના કલ્પમાં ગ્રામ, નગર, પુર, પાટણ વગેરેની સ્થાપનાને વિધિ હેય છે. પાંડુકનિધિના કપમાં ગણિત, ગીત, વીશ પ્રકારનાં ધાન્યનાં બીજ તથા તેની ઉત્પત્તિના પ્રકાર વર્ણવેલા હેય છે. પિંગલકનિધિના કમાં સ્ત્રી, પુરુષ, ગજ, અશ્વ વગેરેનાં આભૂષણે બનાવવાનો વિધિ વર્ણવેલ હોય છે. સર્વરત્નનિધિમાં ચકવતીનાં ચૌદ રત્નાનું વર્ણન હોય છે. મહાપવનિધિના કલ્પમાં વસ્ત્રની ઉત્પત્તિ, તેના પ્રકાર, ધાવાની રીતે, રંગ તથા સાત ધાતુઓનું વર્ણન હોય છે. કાલનિધિના કલ્પમાં જ્યોતિષનું જ્ઞાન, તીર્થકરોના વંશનું કથન તથા સે પ્રકારનાં શિલ૫નું વર્ણન હોય છે. મહાકાલનિધિના કપમાં ધાતુ તથા ઝવેરાતના વિવિધ ભેદે તથા ઉત્પત્તિનું વર્ણન હોય છે. માણવકનિધિના કપમાં ચેતાઓની ઉત્પત્તિ, શસ્ત્રસામગ્રી, યુદ્ધનીતિ અને દંડનીતિનું વર્ણન હોય છે તથા શંખનિધિના કપમાં ગદ્ય, પદ્ય, નૃત્ય, નાટક વગેરેનું વર્ણન હોય છે.
વિશિષ્ટ તપથી આ નવનિધિએ પ્રકટ થાય છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
તપથી શ્રુતરાનની આરાધનામાં ઘણી સહાય મળે છે ૮–તપથી શ્રુતજ્ઞાનની આરાધનામાં ઘણી સહાય મળે છે.
જૈન મહર્ષિઓએ કહ્યું છે કે – જ્ઞાન સાર સંસારમાં, જ્ઞાન પરમ સુખહેત; જ્ઞાન વિના જગજીવડે, ન લહે તત્ત્વસંકેત.
“આ સંસારમાં જ્ઞાન ઉત્તમ છે. તે પરમ સુખને હેતુ છે. અને તેના વિના આ જગતમાં કઈ જીવ તત્ત્વને બેધ પામી શકતું નથી.”
બધાં જ્ઞાનેમાં શ્રતજ્ઞાન શ્રેષ્ઠ છે, કારણ કે તે કુમાર્ગે – ચાલતાં જીવને સન્માર્ગે લઈ જાય છે. આ શ્રુતજ્ઞાનમાં અનેક ગહન શાસોને સમાવેશ થાય છે, તેથી જ શ્રી હરિભદ્રસૂરિએ તેની સરખામણી સમુદ્ર સાથે કરી છે. જેમ કે
बोधागाधं सुपदपदवी नीरपुराभिरामं, जीवाहिंसाविरल-लहरीसंगमागाहदेहं । चूलावेलं गुरुगम-मणो-संकुलं दूरपारं, सारं वीरागमजलनिधि सादर साधु सेवे ॥
વીર પ્રભુને આગમસમુદ્ર અપરિમિત જ્ઞાનને કારણે ગંભીર છે, લલિતપદેની રચનારૂપ જલથી મનહર છે, જીવદયા સંબંધી સૂક્ષમ વિચારોરૂપ મોતીઓથી ભરપૂર હેવાને લીધે પ્રવેશ કરવામાં કઠિન છે, ચૂલિકારૂપ વેળા (ભરતી) વાળે છે, આલાપકરૂપ રત્નથી ભરપૂર છે અને જેને સંપૂર્ણ પાર પામ અત્યંત મુશ્કેલ છે, તેની હું આદરપૂર્વક સેવા કરું છું.”
Page #36
--------------------------------------------------------------------------
________________
તપની મહત્તા
આવા ગહન શ્રુતસાગરને પાર સામાન્ય મનુષ્ય સહેલાઈથી પામી શકે નહિ, પરંતુ વિશિષ્ટ તપના આશ્રય લેવામાં આવે તે એ કાર્ય સરળ બની જાય છે. તેથી જ સાધુ માટે ગેાહનનુ અને ગૃહસ્થા માટે ઉપધાન તપનું વિધાન છે.
૪
અહી કાઈને એવા પ્રશ્ન થાય કે ‘ સૂત્રસિદ્ધાંત સારી રીતે ગ્રહણ થઈ શકે તે માટે ધારણાશક્તિ સારી જોઈ એ, તેના અર્થ ખરાખર સમજાય તે માટે બુદ્ધિ તીવ્ જોઈ એ અને તેનું સૂક્ષ્મ રહસ્ય સમજાય તે માટે એકાચંતાનું પ્રમાણ વધવું જોઈ એ. તેને બદલે ચેગેાહન અને ઉપધાનની ચૈાજના શા માટે ? ’ તેના ઉત્તર એ છે કે ‘ ધારણાશકિત, બુદ્ધિ અને એકાગ્રતાના વિકાસ ત્યારે જ થઈ શકે કે જ્યારે મતિમાંદ્ય એટલે માનસિક જડતાના નાશ થાય અને ચિત્તના વિક્ષેપ ઘણા આછો થઈ જાય. આ પરિસ્થિતિ તપથી પેદા થઈ શકે છે, તેથી તપામય ચાગેાવન અને ઉપધાનની યાજના યથાથ છે. માનસિક જડતા દૂર થાય અને ચિત્તના વિક્ષેપ ઘટી જાય તેા શ્રુતજ્ઞાનની આરાધના ઝડપથી થાય, એટલે ચેગાહન અને ઉપધાનતપ શ્રુતજ્ઞાનની આરાધનામાં ઘણી મદદ કરે છે, એમ કહેવામાં અત્યુકિત નથી. સૈદ્ધાંતિક ભાષામાં કહીએ તા માનસિક જતા એ જ્ઞાનાવરણીય કર્માંના ઉદયનું પરિણામ છે અને ચિત્તના વિક્ષેપ એ મેાહનીય કર્મના ઉદયનુ પરિણામ છે. આ અને કર્મોના તથા બાકીનાં યે કર્મોના નાશ તપશ્ચર્યાનાં આલંબનથી જ થઈ શકે છે, તેથી શ્રુત
Page #37
--------------------------------------------------------------------------
________________
તપથી સર્વ કર્મોના નાશ થાય છે
જ્ઞાનની આરાધનામાં તામય ચેગેાહન તથા ઉપધાન ક્રિયાનું આલંબન ઈષ્ટ છે.'
મ
અહીં કાઈ એમ કહે કે ' ઘણા શ્રાવક-શ્રાવિકાએ ઉપધાન તપ કરે છે, પણ તેમનું શ્રુતજ્ઞાન વૃદ્ધિ પામતું હોય એવા અનુભવ થતા નથી, તેનું કેમ ? • એના ઉત્તર છે કે ‘શાસ્ત્રમાં વર્ણાવેલી ઉપધાનવિધિનું યથાર્થ આલેખન લેવામાં આવે તે એ પરિણામ આવવું જ જોઇએ. ગેાળ ખાઈ એ અને મેઢું ગળ્યુ ન થાય એ મને જ કેમ ? અમે ઉપધાન તપના સ્પષ્ટ ખ્યાલ આપવા માટે ઉપધાનરહસ્ય, ઉપધાનસ્વરૂપ અને ઉપધાનચિંતન એ નિમંધા લખેલા છે અને તે પુસ્તકાકારે પ્રકટ થયેલા છે.X તે જોવાથી આ વસ્તુના વિશેષ ખ્યાલ આવી શકશે.’ ૯-તપથી સર્વ કર્મોના નાશ થાય છે.
સુ
તપમાં જે અદ્ભુત તાકાત રહેલી છે, તેનાથી પાકા પરિચિત થયા, પણ તેની ખરી પ્રશંસા તે તે ગમે તેવાં ચીકણુાં કમ ખપાવી દે છે, તે કારણે જ થાય છે. આ વસ્તુ આપણે ખરાખર સમજી લઈએ.
જે કર્મો આત્મા સાથે તાદાત્મ્યભાવ પામેલા હાય × ૫. પૂ ચારિત્રચૂડામણિ આયાય શ્રીમદ્ વિજયપ્રેમ સૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી ભાનુવિજયની પ્રેરણાથી આ ત્રણ નિત્રધા લખાયેલા અને શ્રી વિજયદાનસૂરીશ્વરજી જૈન ગ્રંથમાળા ઞાપીપુરા, સુરત તરફથી સ. ૨૦૧૨માં પ્રકટ થયેલા. તેનું મૂલ્ય અનુક્રમે ચાર આના, છ આના અને ચાર આના છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૬
તપની મહત્તા
અને તેથી પેાતાનું મૂળ અતાવ્યા સિવાય દૂર થાય તેમ ન હાય તેને ચીકણાં કે નિકાચિત કહેવામાં આવે છે. આવાં નિકાચિત ક્રર્મોનો નાશ કરવા એ સહેલી વાત નથી. તેમાં ચે આ કર્મોનો સંચય અનેક ભવાથી થયેલે! હાય અને તે કારણે અતિ વિપુલ બન્યા હોય ત્યારે તેા તેનો નાશ કરવાનું કામ ઘણુંજ ફ્રુટ બની જાય છે, પણ તપમાં એવી શક્તિ રહેલી છે કે તે એ બધાં ચીકણાં-નિકાચિત કર્મોને ખપાવી દે છે, ખેરવી નાખે છે.
જેમ સુવણ માં રહેલા મેલને અગ્નિ જુદો પાડે છે, દૂધમાં રહેલા જલને હુંસ જીદું પાડે છે, તેમ આત્માની અંદર રહેલા કમમેલને તપ જુદો પાડે છે. આવાણી એવી છે કે ‘મોહિયંન્દ્રિય મેં તવસા નિન્ગન્નિફ-ક્રોટા ભંવમાં સચિત થયેલાં કર્મો તપ વડે ખરી જાય છે. આ વસ્તુને એક સંતકવિએ પોતાની મધુર વાણીમાં નીચે પ્રમાણે ઉતારી છેઃ—
"
कान्तारं न यथेतरो ज्वलयितुं दक्षो दवाग्नि विना, दावाग्निं न यथेतरः शमयितुं शक्तो विनाऽम्भोधरम् । निष्णातः पवनं विना निरसितुं नान्यो यथाऽम्भोभरं, कमधं तपसा विना किमपर हर्तुं समर्थस्तथा ? ॥
· અરણ્યને ખાળવામાં જેમ દાવાનલ વિના ખીજું કાઈ સમર્થ નથી, દાવાગ્નિને ઓલવવા માટે જેમ મેઘ વિના ખીજું કાઈ સમર્થ નથી અને મેઘને વીખેરી નાખવા માટે જેમ પવન વિના બીજું કાઈ સમર્થ નથી, તેમ
Page #39
--------------------------------------------------------------------------
________________
તપથી સવ કર્મીને નાશ થાય છે
કના સમૂહને હરવા માટે—ખેરવવા માટે તપ વિના ખીજી કાણુ સમર્થ છે અર્થાત્ કાઈ જ નહિં, '
૩૭
અહીં કોઈ એમ કહે કે ‘ જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને ખાળીને ભસ્મ કરે છે, એવુ ભગવદ્ગીતાનું વચન છે, (અ॰ ૪, શ્લા૦ ૩૭) તા તપ વડે સકસમૂહનો નાશ થાય છે, એમ કેમ માની શકાય ?” તા એનો ઉત્તર એ છે કે 'અહીં' કર્મ શબ્દથી આત્માના શુદ્ધ સ્વરૂપને મલિન કરનારી એક પ્રકારની પૌદ્ગલિક વણાએ સૂચિત છે અને ભગવદ્ગીતાનાં ઉપર્યુકત વચનમાં કે શબ્દથી ક્રિયાકાંડનું સૂચન છે, એટલે આ બે વસ્તુએ એક નથી. ત્યાં એમ કહેવાનો આશય છે કે જેને સર્વ સંશયાનો છેદ કરનારું શ્રેષ્ઠ જ્ઞાન ઉત્પન્ન થયું છે, તેને વિધિવિધાનો કે ક્રિયાકાંડની આવશ્યકતા રહેતી નથી. આગળના ચાર શ્લોકા જોવાથી આ વસ્તુની પ્રતીતિ થશે.
6
અહી' પ્રસંગવશાત્ એટલે ખુલાસેા કરી દઈએ કે કેટલાક લેાકેા ' બ્રહ્મ જ્ઞરું જ્ઞાન્ મિથ્યા' એ સૂત્ર સાંભળીને વેદાંતી બની જાય છે, અર્થાત્ · આત્માને અમે જાણી લીધેા, હવે અમારે ક્રિયાઓની જરૂર નથી’ એમ મેલવા લાગી જાય છે અને પૂર્વ મહાપુરુષાએ પાતાના અનુભવથી જે ક્રિયાઓ કે સાધનાના ઉપદેશ આપ્યા છે, તેની અવગણુના કરે છે. પરિણામે તેમની સ્થિતિ સાગરમાં ડૂબી રહેલા માણસને મહા મહેનતે હાથમાં આવેલું પાટિયું સરકી જવા જેવી થાય છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
તપની મહત્તા
૮ બ્રહ્મ સત્ય' કન્ મિથ્યા” એ મહાવાકય છે. અને તેમાં સનાતન સત્યના રણકાર ગુજે છે, એમાં કાઈ શક નથી, પણ સાંપ્રત કાળે તેનો જે અર્થ સમજવામાં આવે છે ને તેના આધારે જે વ્યવહાર કરવામાં આવે છે, તે ખરાખર નથી. બ્રહ્મ સત્યં ના ખરા અથ એ છે કે આત્મા નિત્ય છે, તેજ ભવાંતરમાં ટકવાવાળા છે, એટલે તેનું સ્વરૂપ સમજવું જોઈ એ અને જે રીતે તેનુ કલ્યાણ થાય તે રીતે વર્તવું જાઈ એ. जगन् નિષ્ચાનો અર્થ એ છે કે આ જગના સર્વ વ્યવહાર મિથ્યા છે, સારહીન છે, એટલે તેમાં રાચવું નહિ. જેએ સંસારવ્યવહારમાં જ રાચી રહે છે, તેમને શ્રેયના લાભ થતા નથી. આની જગાએ આજે શુ' કહેવામાં આવે છે ને શું કરવામાં આવે છે ? તે અમે એક દૃષ્ટાંત દ્વારા જ રજૂ કરીશુ.
૩.
એક પંડિતજી શ્રોતાઓને વેદાંત ઉપર વ્યાખ્યાન આપી રહ્યા હતા. તેમાં તેમણે ક્રિયાકાંડની નિરર્થકતા ઉપર દલીલેા કરતાં જણાવ્યું કે—
તિલક કરતાં તેમન ગયાં, જપમાળાનાં નાકાં ગયાં;
કથા સૂણી સૂણી ફૂટયા કાન, તેાયે નાખ્યું બ્રહ્મજ્ઞાન, રાજ નાહી-ધોઈને કપાળે તિલક કરવું અને મંદિરે જઈ સેવાપૂ કરવી એ ચર્ચોમાં તેપન વર્ષો વીતી ગયાં. તે દરમિયાન માળાઓ પણ એટલી ફેરવી કે તેનાં નાકાં તૂટી ગયાં અને કથાએ એટલી સાંભળી કે કાન બહેરા થઈ ગયા. તે પણ બ્રહ્મ કેાને કહેવાય ? તેનું સ્વરૂપ કેવું હોય ? તેનો સાક્ષાત્કાર શી રીતે થાય ? તે જણી શકાયું નહિ.
Page #41
--------------------------------------------------------------------------
________________
તપથી સવા કર્મોને નાશ થાય છે
૩૯ એટલે આ બધી ઝંઝટ છોડીને બ્રહ્મને ઓળખો અને તેની ઉપાસના કરે, તે તમારો ઉદ્ધાર થશે. આપણને ખરું આવરણ માયનું છે. એ માયાજાળ હઠવી જોઈ એ.
આ જગત મિથ્યા છે. આપણને જે કંઈ દેખાય છે તે બધું ખોટું છે, ભ્રમરૂપ છે, વાસ્તવિક્તાએ એમાં કંઈ જ નથી. ઝાંઝવાનાં નીર ખોટાં હેવા છતાં જેમ તે સાચા હેવાનો ભાસ થાય છે, તેમ શરીર, વસ્ત્ર, અલંકાર, ગૃહ, ક્ષેત્ર, ધન, ધાન્ય, ઢોરઢાંખર, માલમિલકત એ બધું મિથ્યા હોવા છતાં સાચા હોવાનો આપણને ભાસ થાય છે. જે એ ભાસ ટળી જાય અને તેને સ્વપ્નવત્ સમજીએ તે આપણે ઉદ્ધાર દૂર નથી. પછી તેમણે બકરિયા સિંહ વગેરેનાં દૃષ્ટાંત આપ્યાં. (એક સિંહનું બચ્ચું બકરીનાં ટેળામાં રહેવાથી બકરીના સ્વભાવનું થઈ ગયું, પણ જંગલમાં જતાં બીજા સિંહે તેનું સ્વરૂપ એળખાવ્યું. એટલે તે પિતાનું સાચું સ્વરૂપ જાણું શકયું. એ બકરિયા સિંહનાં દૃષ્ટાંતને સાર છે.)
પંડિતજીનું આ વ્યાખ્યાન સાંભળી શ્રોતાઓ ચકિત થઈ ગયા હતા અને એક બીજા સામું ટગર ટગર જોઈ રહ્યા હતા, એવામાં એક શ્રોતા ઉઠ, સીધે પંડિતજી પાસે ગયો અને તેમનું માથું પકડી જેરથી પાસેના થાંભલા સાથે અફળ્યું. આથી પંડિતજીનાં મસ્તકમાંથી લેહી નીકળવા લાગ્યું અને શ્રોતાઓમાં ભારે ગરબડ મચી રહી. પણ પેલે ત્યાંથી ખસે નહિ કે ખસવાની વૃત્તિ બતાવી નહિ.
Page #42
--------------------------------------------------------------------------
________________
તપની મહત્તા
6
6
તેને પંડિતજીએ પૂછ્યુ કે તમે આ શું કર્યું ? મારું' માથું પકડીને થાંભલા સાથે શા માટે અફ઼ાળ્યું? ’ પેલા મનુષ્યે કહ્યું કે પંડિતજી ! તમે બ્રહ્માસ્વરૂપ છે. તમારે શરીર કેવું ને માથું કેવું ? એ તે એક જાતના ભ્રમમાત્ર છે. આ થાંભલે દેખાય છે, તે વાસ્તવિક થાંભલે નથી. માથુ' અકળાવાની, લાહી નીકળવાની વગેરે જે ક્રિયાઓ થઈ એ સ્વપ્નવત્ છે. માટે આપ બ્રહ્મસ્વરૂપમાં મગ્ન રહે અને આવી ભ્રમપૂર્ણ ખાખતાના કાંઈ જ વિચાર કરી નઠુિં.'
૪૦
આ સાંભળી બધા શ્રોતાએ ખડખડાટ હસી પડયા ને આ દૃશ્ય જગત્ત્ને ભ્રમ માનવામાં કેવાં જોખમે રહેલાં છે, તેનાથી પરિચિત થયા. પ ંડિતજી કંઈ પણુ વિશેષ ખેલ્યા વિના પેાતાનાં સ્થાને ગયા અને ફ્રી તેમણે જગતને ભ્રમ કહેવાનુ સાહસ કર્યું" નહિ.
અહી એ પણ સ્પષ્ટ કરીએ કે ગીતાકારે તપને વખાડયુ નથી, પણ વખાણ્યુ છે અને તેને બ્રાહ્મણુનુ સ્વા ભાવિક કમ કહીને તેનું બહુમાન પણ કયુ" છે. તે માટે અઢારમા અધ્યાયના નિમ્ન શ્લેાક સાંભળેાઃ—
शमो दमस्तपः शौचं क्षान्तिरार्जवमेव च । ज्ञानं विज्ञानमास्तिक्यं, ब्रह्मकर्म स्वभावजम् ॥
6
શમ, ક્રમ, તપ, પવિત્રતા, ક્ષમા, સરળતા, જ્ઞાન, વિજ્ઞાન અને આસ્તિકય એ બ્રાહ્મણનાં સ્વભાવજન્ય કર્મો છે.
પુરાણા આપણને સ્પષ્ટ વાણીમાં કહે છે કે—
Page #43
--------------------------------------------------------------------------
________________
જૈન ધમમાં તપતે અપાયેલું મહત્ત્વનું સ્થાન
तपस्विनो दानशीला वीतरागास्तितिक्षवः । त्रैलोक्या उपरिस्थानं लभन्ते शोकवर्जितम् ॥
૪૩
· જે પુરુષા તપસ્વી છે, દાનપરાયણ છે, રાગ અને દ્વેષને જિતનારા છે તથા વિવિધ પરીષહે। સહન કરનારા છે, તે મૃત્યુ બાદ ભૂલોક, ભુવલેક અને સ્વક એ ત્રિવે કીની ઉપર જે શેકવર્જિત સ્થાન છે, તેને પામે છે.”
આ સ્થાનને જન પરિભાષામાં સિદ્ધશિલા કહેવામાં આવે છે, એટલે તપ વડે જેણે પેાતાનાં સર્વ કર્મોના નાશ કર્યાં છે, તે મૃત્યુબાદ સિદ્ધશિલામાં બિરાજે છે, એમ જ સમજવું જોઈ એ.
તારા, તૃણ કે રેતીના કણ કરતાં પણ અધિક ઋષિમુનિએએ આજ પર્યંત તપનો આશ્રય લીધા છે અને આજે પણ સેંકડો સહસ્રોની સંખ્યામાં આશ્રય લઈ રહ્યા છે, તેનું મુખ્ય કારણ એ છે કે તપમાં સર્વ પાપાનો સવ કર્મોનો નાશ કરવાની શક્તિ રહેલી છે. જો તપમાં આવી શક્તિ ન હોત તા આટલા તપસ્વીએ અને આટલાં તપાવનો હાંત કેમ? એ શાંત ચિત્તે વિચારવું ઘટે છે.
શ્રતિ-સ્મૃતિઓમાં એવું વચન જોવામાં આવે છે કે ‘તપસા વિષે કૃત્તિ-તપ વડે પાપનો નાશ કરે છે, ’ એટલે તપની પાપનાશક–કનાશક શક્તિમાં સંદેહ રાખવા ચગ્ય નથી.
૧૦-જૈન ધમ માં તપને અપાયેલુ મહત્ત્વનું સ્થાન. જૈન શાસ્ત્રઓ જણાવે છે કે—
Page #44
--------------------------------------------------------------------------
________________
૪૨
दानं सुपात्रे विशदं च शीलं, तपो विचित्र शुभभावना च ।
भवार्णवोत्तारणसत्तरण्ड, धर्मं चतुर्धा मुनयो वदन्ति ॥
ભવસાગર તરી જવા માટે ઉત્તમ વહાણુ સમાન ધર્માંને મુનિએ ચાર પ્રકારનો કહે છે: (૧) સુપાત્રને દાન દેવું. (૨) નિર્મલ શીલ પાળવું. (૩) વિવિધ પ્રકારનું તપ કરવું. અને (૪) ભાવ શુભ રાખવા.’
:
અહી' મુનિએ શબ્દથી મહામુનિએ કે અર્હતા અભિપ્રેત છે. તેની પ્રતીતિ નિમ્ન શ્લેાકેા વડે થાય છે - दान - शीलतपोभाव - मेदैर्धर्मश्चतुर्विधः । भवान्धियानपात्राभः प्रोक्तोऽर्हद्भिः कृपापरैः ॥
"
6
ભવસાગર માટે વહાણ જેવા ધર્મ કૃપાપરાયણ અર્હતાએ દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ચાર પ્રકા રનો કહેલા છે.’
તપની મહત્તા
दानं च शीलं व तपश्चभावो, धर्मश्चतुर्धा जिनबान्धवेन ।
निरूपितो यो जगतां हिताय,
स मानसे मे रमतामजस्रम् ॥
• જિનમાંધવ શ્રી તીથંકરદેવે જગતના હિતાર્થે દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારનો ધમ ઉપદેશ્યા છે, તે મારાં મનમાં નિરતર વાસ કરે. ?
તાય કે જે જિનો-અદ્વૈતા-તીથ કરે થઈ ગયા તે
Page #45
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મમાં તપને અપાયેલું મહત્ત્વનું સ્થાન
બધાએ ધર્મનું સામાન્ય સ્વરૂપ દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ચાર પ્રકારનુ વણૅવ્યું છે. તેમાં દાન શબ્દથી અભયદાન ( અહિંસા ), જ્ઞાનદાન, ઉપષ્ટ ભદાન ( સુપાત્ર દાન) અને અનુકંપાદાનનો ઉપદેશ આપ્યા છે; શીલ શબ્દથી વિરતિ, વ્રત, નિયમ, પ્રત્યાખ્યાન કે સયમની દેશના દીધી છે; તપ શબ્દથી શરીર, મન અને આત્માની શાદ્ધ કરનારી વિવિધ ક્રિયાઓનું વિધાન કર્યુ” છે; અને ભાવ શબ્દથી મનનાં પરિણામે ચડતા રાખવાનો અનુરોધ કર્યો છે, એટલે ધનાં મુખ્ય અંગામાં તપને વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થયેલું છે.
મોક્ષમાર્ગનું નિરૂપણ કરતી વખતે પણ જન મિ આએ તપનો ખાસ નિર્દેશ કર્યો છે. જેમકે:-- -
नाणं च दंसणं चेव, चरितं च तवो तहा । पयमग्गमणुपत्ता, जीवा गच्छन्ति सोग्गइं ॥
૪૩
<
જ્ઞાન તથા દર્શન તથા ચારિત્ર તથા તપ એ માર્ગને પ્રાપ્ત થયેલા જીવા મેક્ષમાં જાય છે. ’
આ કથનનુ તાત્પર્ય એ છે કે સહુથી પ્રથમ મુમુક્ષુને જીવાજીવાદિ તત્ત્વનું જ્ઞાન જોઈએ. પછી તે તવા પર પૂર્ણ શ્રદ્ધા જોઈએ. ઉપરાંત ચારિત્ર એટલે વીતરાગતા કેળવવાનો પ્રયાસ–પ્રયત્ન-પુરુષાર્થ જોઈએ અને છેવટે ઈચ્છા નિરાધરૂપ તપ પણ જોઈ એ. તા જ એ મુમુક્ષુ મેાક્ષની પ્રાપ્તિ કરી શકે છે.
અહી કાઈ ને એવા પ્રશ્ન થાય કે ‘શ્રી તત્ત્વાર્થીસૂત્રમાં પ્રથમ સમ્યગ્દર્શન અને પછી સભ્યજ્ઞાન એવા
Page #46
--------------------------------------------------------------------------
________________
તપની મહત્તા
૪૪
ક્રમ જોવામાં આવે છે અને અહી પ્રથમ જ્ઞાન અને પછી દન એવા ક્રમ જોવામાં આવે છે, તેનું કારણ શું?' એટલે તેનુ સમાધાન કરીશું.
‘ શાસ્ત્રવચનો સાપેક્ષ હોય છે, એટલે અમુક અપેક્ષાએ કહેવાયેલા હેાય છે, તે સુજ્ઞ પાકા જાણતા જ હશે. આ અપેક્ષા બરાબર ધ્યાનમાં આવે તે તેમાં કેઇ વિસ
"
વાદ જણાતા નથી, અન્યથા મન ચકડોળે ચડે છે અને ગમે તેવા તર્કો ઉઠે છે. ‘ મુંબઈ અને અમદાવાદ ’તથા
અમદાવાદ અને મુંબઈ' એ અન્ને વાકયમાં શહેરનું નિરૂપણુ સમાન છે, છતાં ખેલનારની અપેક્ષાએ તેના ક્રમમાં ક્રૂર જણાય છે. મુંબઈવાસી પહેલુ પેાતાનાં શહેરનુ નામ ખેલે છે અને પછી અમદાવાદનું નામ બેલે છે અને અમદાવાદવાસી પહેલુ પેાતાનાં શહેરનુ નામ ખેલે છે અને પછી મુખઈનું નામ બેલે છે. આવા જ તફાવત અહી -સમજવાનો છે.
ઉત્તરાત્તર શુદ્ધ સાધનનું નિરૂપણ કરનાર દૃષ્ટિ એમ કહે છે કે ‘લનિહ્ન નાળ ’. જેને સમ્યગ્ દર્શન પ્રાપ્ત છે થયું નથી, તેને સમ્યગ્ જ્ઞાન સ ંભવતુ નથી, એટલે પ્રથમ સમ્યગ્દર્શન અને પછી સમ્યગ્ જ્ઞાન એ ક્રમ ઉચિત છે. ત્યારે આચારપ્રધાન દૃષ્ટિ એમ કહે છે કે ઘણાખરાને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અધિગમથી એટલે જીવાજીવાદ્રિ તવાના એધ પ્રાપ્ત કર્યો પછી જ થાય છે, તેથી પ્રથમ જ્ઞાન અને પછી દર્શન એ ક્રમ વ્યાજબી છે,× ૫ચાચારનુ
Page #47
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મમાં તપને અપાયેલું મહત્વનું સ્થાન
૪૫ ચિંતન કરવા માટે જે ગાથાઓ પ્રસિદ્ધ છે, તેમાં આ છેલ્લે ક્રમ જોવામાં આવે છે. જેમકે – नाणम्मि दसणम्मि, चरणम्मि तवम्मि तहय वीरियम्मि । आयरणं आयारो, इय एसो पंचहा भणिओ ॥
જ્ઞાનના વિષયમાં, દર્શનના વિષયમાં, ચારિત્રના વિષયમાં, તપના વિષયમાં તથા વીર્ય (પુરુષાર્થ) ના વિષયમાં જે આચરણ કરવું તે આચાર કહેવાય છે. આ આચાર અહીં પાંચ પ્રકારનો કહે છે.”
તાત્પર્ય કે આ વિધાનોમાં અપેક્ષાભેદ છે, પણ તાત્વિક ભેદ નથી.
અહીં બીજે એ પ્રશ્ન પૂછવાનો સંભવ છે કે તપ એ મોક્ષની પ્રાપ્તિનું મુખ્ય સાધન હોય તે શ્રી તત્વાર્થકારે તેને સ્પષ્ટ નિર્દેશ ન કરતાં “વિશ્વશન
નજારિકા મોક્ષમા” એવું સૂત્ર કેમ કહ્યું?” આ પ્રશ્નનું સમાધાન એ છે કે “શ્રી ઉમાસ્વાતિ મહારાજને તત્વનો સંગ્રહ બને તેટલો સંક્ષેપમાં કરો હતો, એટલે તેમણે તપને ચારિત્રને જ એક ભાગ માની જૂદે નિર્દેશ ન કર્યો, પણ તેને અર્થ એ નથી કે તેઓ મેક્ષની સાધના માટે તપને જરાયે ઓછું મહત્તવનું સમજ્યા હતા. “તારા
૪” એ સૂત્ર વડે તેમણે તપની કર્મવિનાશક શક્તિનો *નીચેને દુહા ક્રિયામાર્ગમાં પ્રચલિત છે –
શ્રદ્ધા મૂલ કિરિયા કહી, તેહનું મૂલ તે જ્ઞાન; તેથી શિવસુખ બહુ જના, પામ્યા ધરી એક તાન.
Page #48
--------------------------------------------------------------------------
________________
તપની મહત્તા
-૪
નિર્દેશ કર્યાં છે અને ‘જ્ઞાનજર્મક્ષય મૈક્ષ’ એ સૂત્રથીતેમણે કમનાશને જ મેાક્ષ કહી તપની મેાક્ષસાધકતા જાળવી રાખી છે.
6
ઘેડાં ઉદાહરણાથી આ વસ્તુ વધારે સ્પષ્ટ કરીએ. શાસ્ત્રામાં એવું વચન આવે છે કે સદમાળો નીવો ૨૦૨૬ અયામર ટાળ—શ્રદ્ધાવાળા જીવ અજરામર સ્થા.નમાં જાય છે.” આના અથ કાઈ એમ કરે કે અજરામર
સ્થાનની પ્રાપ્તિ માટે માત્ર શ્રદ્ધાની જ જરૂર છે, તે તે ખરાખર નથી; કારણુ કે અજરામર સ્થાનની પ્રાપ્તિ માટે શ્રદ્ધા ઉપરાંત બીજા સાધનાની પણ જરૂર રહે છે, પરંતુ સમ્યગ્દર્શનથી જ સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, સમ્યગૂજ્ઞાનની પ્રાપ્તિથી જ સમ્યક્ ચારિત્રની પ્રાપ્તિ થાય છે, એટલે પ્રથમ પગથિયાનુ` મહત્ત્વ દર્શાવવા માટે જ અહીં' . શ્રદ્ધાવાળા જીવ અજરામર સ્થાનને પામે છે? એમ કહેવાયુ છે.
શાસ્ત્રામાં એવું વચન પણ આવે છે કે ' નામનિયિાદિ મોરવો—જ્ઞાન અને ક્રયાથી મેક્ષ થાય છે.' આના અર્થ કાઈ એમ કરે કે મોક્ષ માટે માત્ર જ્ઞાન અને ક્રિયાની જ જરૂર છે, તેમાં સમ્યગ્દર્શન અપેક્ષિત નથી, તા . તે અરામર નથી. સમ્યજ્ઞાન સમ્યગ્દર્શનપૂર્વક જ હાય છે, એ વાત લક્ષમાં રાખીને અહીં જ્ઞાન અને ક્રિયા એ બે વસ્તુને નિર્દેશ કરવામાં આવ્યા છે. તે જ રીતે ઉમાસ્વાતિ મહારાજે તપના વિશિષ્ટ નિર્દેશ ન કરતાં
Page #49
--------------------------------------------------------------------------
________________
४७
જિન ધર્મમાં તપને અપાયેલું મહત્વનું સ્થાન તેને ચારિત્રની અંતર્ગત માનીને મેક્ષનાં ત્રણ સાધનનું નિરૂપણ કરેલું છે, એટલે તેમાં વિસંવાદ સમજવો નહિ.”
જૈન ધર્મમાં નવપદજીની આરાધનાને ખૂબ મહત્વ અપાયેલું છે અને તે માટે ચૈત્ર અને આ માસમાં નવ નવ દિવસની ખાસ એળીઓ નિયત થયેલી છે. આ નવપદમાં નીચેનાં નવપદેની ગણના થાય છેઃ (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય, (૫) સાધુ, (૬) દર્શન, (૭) જ્ઞાન, (૮) ચારિત્ર અને (૯) તપ. તાત્પર્ય કે નવ આરાધ્ય પદેમાં તપ વિશિષ્ટ સ્થાન પામેલું છે.
જન ધર્મ એમ માને છે કે જે આત્મા વીશ સ્થાનકે પૈકી એક યા વધારે સ્થાનકને બરાબર સ્પર્શે છે, તે તીર્થ કર ગાત્ર બાંધે છે અને ભવિષ્યમાં જરૂર તીર્થકર થાય છે. આ વીશ સ્થાનકે કે પદમાં પણ તપનાં દર્શન થાય છે. તે નીચે મુજબ – (૧) અરિહંતપદ (૧૧) ચારિત્રપદ (૨) સિદ્ધપદ (૧૨) બ્રહ્મચર્યપદ (૩) પ્રવચનપદ (૧૩) ક્રિયાપદ
આચાર્યપદ (૧૪) તપપદ
વિરપદ (૧૫) ગૌતમપદ (ગણધરપદ) (૬) ઉપાધ્યાયપદ (૧૬) જિનપદ (૭) સાધુપદ
(૧૭) સંયમપદ (૮) જ્ઞાનપદ
(૧૮) અભિનવ જ્ઞાનપદ ૯) દર્શનપદ (૧૯) શ્રતપદ (૧૦) વિનયપદ (૨૦) તીર્થપદ
Page #50
--------------------------------------------------------------------------
________________
તપની મહત્તા
ઉપરાંત દરેક પર્વની ઉજવણી તપ દ્વારા જ કરવામાં આવે છે, તેથી એ વાત નિશ્ચિત છે કે જૈન ધર્મીમાં તપને અતિ મહત્ત્વનું સ્થાન અપાયેલુ છે.
૪૮
૧૧-ગૃહસ્થા માટે તપનુ વિધાન જૈન શાસ્ત્રમાં કહ્યું છે કે—
कर्तव्या देवपूजा शुभगुरुवचनं, नित्यमाकर्णनीय, दानं देयं सुपात्रे प्रतिदिनममलं, पालनीयं च शीलम् । तप्यं शुद्धं स्वशक्तया तप इह महती भावना भावनीया, श्राद्धानामेव धर्मे जिनपतिगदितः पूतनिर्वाणमार्गः ॥
પ્રતિદિન વીતરાગદેવની પૂજા કરવી, સદ્ગુરુનાં વચન સાંભળવાં, સુપાત્રને દાન દેવું, નિમલ શીલનુ પાલન કરવું, શક્તિ પ્રમાણે શુદ્ધ તપનું આચરણ કરવું અને ઉદાત્ત ભાવનાઓ ભાવવી, એ જિનેશ્વરાએ પવિત્ર નિર્વાણના મા તરીકે કહેલા ગૃહસ્થયમ છે.'
त्रैकाल्य' जिनपूजनं प्रतिदिनं सङ्घस्य सन्माननं, स्वाध्यायो गुरुसेवनं च विधिना दानं तथाऽऽवश्यकम् । शतया च व्रतपालनं वरतपो ज्ञानस्य पाठस्तथा, सैष श्रावकपुङ्गवस्य कथितो धर्मो जिनेन्द्रागमे ॥
· પ્રતિદિન જિનેશ્વર ભગવાનની સવાર, અપાર અને સાંજ પૂજા કરવી; સાધુ-સાધ્વી—શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘનુ' સન્માન કરવું; સ્વાધ્યાય કરવા; વિધિપૂર્વક ગુરુનુ સેવન કરવું; અને તેટલુ દાન દેવું; આવશ્યકક્રિયા કરવી; શક્તિ પ્રમાણે તેનું પાલન કરવુ; શ્રેષ્ઠ તપનું આચરણ
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૩
ગૃહસ્થ માટે તપનું વિધાન કરવું અને ભાવશુદ્ધિ થાય તેવા શાસ્ત્રપાઠનું સ્મરણ કરવું એ જિનાગમેમાં કહેલા શ્રાવકને ધર્મ છે.” देवपूजा गुरुपास्तिः स्वाध्यायः संयमस्तपः । दानं चेति गृहस्थानां, षट्कर्माणि दिने दिने ।
તીર્થંકરદેવની પૂજા કરવી, ગુરુની સેવા કરવી, સ્વાધ્યાય કરે, સંયમ પાળ, તપ કરવું અને દાન દેવું એ ગૃહસ્થોનાં છ નિત્યકર્મો છે.”
ગૃહસ્થનાં દૈનિક કૃત્ય પર આવીએ તે સવારમાં નમસ્કાર મહામંત્રના જપ–ધ્યાન પછી ધર્મજાગરિકા આવે છે ને ત્યાર પછી ષડાવશ્યકરૂપ રાત્રિક પ્રતિક્રમણ કરવાનું હોય છે. તેમાં તપચિંતામણીને કાર્યોત્સર્ગ કરવાનો હોય છે. તે ન આવડે તે સેળ નવકાર (નમસ્કાર) ગણવાની પ્રવૃત્તિ છે, પણ ખરી રીતે ત્યાં તપનું ચિંતન કરવું જોઈએ. તે આ પ્રમાણે - “શ્રી વીર ભગવાને છ માસનો તપ કર્યો હતે. હે ચેતન! તે તપ તું કરી શકીશ? અહીં મનમાં ઉત્તર ચિંત
છે તેવી શક્તિ નથી અને પરિણામ નથી. પછી અનુક્રમે એક એક ઉપવાસ એ છે કરીને વિચાર કરે. એમ કરતાં પાંચ માસ સુધી આવવું. પછી એક એક માસ એ છે કરીને વિચાર કરે અને એક માસ સુધી આવવું. પછી એક દિન ઊણ માસખમણ, બે દિવસ ઊણ માસખમણે એમ તેર દિવસ ન્યૂન સુધી એટલે સત્તર ઉપવાસને વિચાર કરે. પછી “હે ચેતન ! તું ત્રીસ ભક્ત
Page #52
--------------------------------------------------------------------------
________________
૫૦
તપની મહત્તા
(સોળ ઉપવાસ કર) કર, બત્રીસ ભક્ત કર, ત્રીસ ભક્ત કર, એમ બબ્બે ભક્ત ઓછા કરતાં ચેથ ભક્ત એટલે એક ઉપવાસ સુધી આવવું. અને તેવી શક્તિ પણ ન હોય તે અનુક્રમે આયંબિલ, નિવ્વી, એગાસણ, બિયાસણ, અવ, પુરિમ સાપેરિસી, પિરિસી અને છેવટે નવકારશીપર્યત વિચાર કરે. તેમાં જ્યાં સુધી કરવાની શકિત હોય એટલે કે તપ કરી જે હોય ત્યારથી એમ વિચાર કરે કે “શક્તિ છે, પણ પરિણામ નથી,” પછી ત્યાંથી ઘટતાં ઘટતાં જે જે પચ્ચકખાણ કરવું હોય ત્યાં આવીને અટકવું અને
શક્તિ પણ છે અને પરિણામ પણ છે, આ પ્રમાણે વિચાર કરી મનમાં નિશ્ચય કરે અને કાઉસ્સગ પાર.”
જેઓ રાત્રિક પ્રતિક્રમણ કરી ન શક્ય હોય તે ગુરુને વંદન કરતી વખતે તેમની પાસે યથાશક્તિ તપનું પચ્ચકખાણ લે અને કદાચ એ વખતે પણ ન લેવાયું તે તેમનું વ્યાખ્યાન સાંભળ્યા બાદ પચ્ચકખાણ લે. પરંતુ હમેશા કંઈ ને કંઈ તપ અવશ્ય કરે, એ મહર્ષિએનો ઉપદેશ છે, તેથી જ તેને ગૃહસ્થનાં છ નિત્યકમમાં સ્થાન આપેલું છે.
મમ્ર નિખાબમાળ' એ શબ્દથી શરુ થતા શ્રાવક–નિત્યકૃત્ય-સ્વાધ્યાયમાં સ્પષ્ટ કહ્યું છે કે “ઇન્વેસુ વોહવયં રાત્રે સીરું તો જ માવો ચ–એટલે પર્વનો દિવસ હોય તે પિષધ વ્રત કરવું અને બાકીના બધા દિવસેમાં દાન, શીલ, તપ અને ભાવની આરાધના કરવી. ” ૧૨-સાધુઓ માટે તપનું વિધાન
સાધુએ અહિંસા, સંયમ અને તપનું બને તેટલું
Page #53
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થ માટે તપનું વિધાન
૫૧ ઉત્કૃષ્ટ આરાધન કરવાનું છે, તેથી જ શ્રી દશવૈકાલિકસૂત્રના પ્રારંભમાં ઘ૪મો મામુવિ, અહિંસા સંજમો તવો” એ વચન ઉચ્ચારાયેલાં છે. ચતુર્વિધ ધર્મમાં પણ તપનું વિધાન છે જ. વળી દરેક સાધુએ પંચાચરનું પાલન કરવાનું છે, તેમાં પણ તપને લગતે આચાર નિર્દિષ્ટ છે. ઉપરાંત દશ પ્રકારના યતિધર્મ કે શ્રમણધર્મમાં પણ તપને સ્પષ્ટ ઉલ્લેખ છે, એટલે દરેક સાધુએ પિતાથી બને તેટલું તપ કરવાનું છે.
સાધુઓને માટે શ્રમણ શબ્દનો વ્યવહાર થાય છે. આ શ્રમણ શબ્દની એક વ્યુત્પત્તિ એવી છે કે “કાવ્યતીતિ –શ્રમઃ ” જે તપ કરે તે શ્રમણ કહેવાય.” શ્રમણ ભગવાન મહાવીરે સાધનાકાલમાં ઘણું તપ કર્યું હતું
૪ શ્રી મહાવીર સ્વામીને સાધનાકાલ ૪૫૧૫ દિવસનો એટલે ૧૨ વર્ષ, ૬ માસ અને ૧૫ દિવસનો ગણાય છે. એટલા દિવસમાં પારણાનાં દિવસે તે માત્ર ૩૪૯ જ હતા અને બાકીના બધા દિવસે ઉપવાસના હતા. તે નીચે મુજબ –
દિવસ છ માસી એક
૬ X ૩૦ X ૧ = ૧૮૦ છ માસી એક (ઊણા પાંચ દિવસની) ૬ ૪ ૩૦ ૫ = ૧૭૫ ચિમાસી નવ
૯ = ૧૦૮૦ ત્રણમાસી બે
૨ = ૧૮૦ અઢી માસી બે
રા ૪ ૩૦ x ૨ = ૧૫૦
X
|
X
જ છે x x x દ
૩ X ૩૦ X
X
X
Page #54
--------------------------------------------------------------------------
________________
પર
તપની મહત્તા
તેના લીધે જ તેઓ માત્ર સાડા ખાર વર્ષ જેટલા સમયમાં પેાતાનાં અતિ ભારે કર્માં ખપાવી શકયા હતા. એટલે દરેક શ્રમણને માટે–સાધુને માટે તપની આરાધના અવશ્યકરણીય છે.
૧૩ તપ કાને કહેવાય ?
તપની વ્યાખ્યા જૂદા જૂદા ધર્મોમાં જૂદી જૂદી રીતે કરવામાં આવી છે. કેાઈ એ અમૂક વ્રતને જ તપ માન્યું છે; કાઈ એ વનવાસ, કંદમૂળભક્ષણ કે સૂર્યની આતાપનાને જ તપ ગણ્યું છે; તેા કેાઈ એ કેવળ દેહ અને ઇંદ્રિયાનાં દમનથી જ તપની પૂર્ણુતા સ્વીકારી છે. પરંતુ જૈન મહષિઓએ તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છેઃ
એમાસી છ
ઢાઢમાસી એ
૨ x ૩૦ X = ૩૬૦
૧૫૫ × ૩૦ x ૨= ૯૦ ૧૪ ૩૦ × ૧૨ = ૩૬૦
માં X ૩૦ x ૭૨ = ૧૦૮૦
=
૧૦
માસક્ષમણું માર
પક્ષક્ષમણ માંતર સતાભદ્રપ્રતિમા એક મહાભદ્રપ્રતિમા એક
અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) ખાર
છઠ્ઠું (બે ઉપવાસ) ખસા એગણત્રીસ ભદ્રપ્રતિમા
એક ઉપવાસ પારણાનાં દિવસે
=
૩ x ૧૨ =
૨ X ૨૨૯ =
=
=
=
૩૬
૪૫૮
૨
૩૪૯
૪૫૧૫
Page #55
--------------------------------------------------------------------------
________________
રામતીર્થ બ્રાહ્મી તેલ
| સ્પેશીઅલ નં. ૧]
રજીસ્ટર્ડ
વાળ વધારવા, મગજ શાંત રાખવા, યાદશક્તિ સારી કરવા, શાંત નિદ્રા માટે, શરીરને માલીસ કરી સંસ્કૃતિમાં લાવવા માટે દરેકતુમાં દરેકને માટે ઉપયોગી છે. કિંમત મોટી બાટલીના રૂા. ૪-૦૦,
નાની બાટલીના રૂા. ૨-૦૦
!
શરીર નીરોગી રાખવા માટે આકર્ષક યોગાસન ચિત્રપટ અમારે ત્યાંથી મંગાવશે. કિંમત પેસ્ટેજ
સાથે રૂ. ૨૫૦ .
શ્રી રામતીર્થ યોગાશ્રમ
દાદર, સેન્ટ્રલ રેલ્વે, મુંબઈ-૧૪
Page #56
--------------------------------------------------------------------------
________________
જોખમ ભલેને ગમે તેવું હાય...
ન્યૂ ઇન્ડિયા
તમને તેની સામે રક્ષણ આપે છે !
न्यू
દુનિયાભરમાં ૪૬ દેશેામાં કામ કરી રહેલી ભારતીય વિમા ક્ષેત્રની આગેવાન ન્યૂ ઇન્ડિયા એચેરન્સ કંપની ઉપર તમારા બધા જનરલ વિમાનાં કામકાજ માટે આધાર રાખેા. દરિયાઈ અને આગના વિમાથી માંડીને અકસ્માત કે ચારીના દરેક પ્રકારના જોખમ સામે અમે તમારૂં રક્ષણ કરીએ છીએ. દાવાની ઝડપી પતાવટ, દારવણી અને મદદ તેમજ સલામતી અને સેવાની અમે ખાત્રી આપીએ છીએ!
ન્યૂ ઇન્ડિયામાં વિમે ઉતરાવે!
ધી ન્યૂ ઇન્ડિયા એચેારન્સ
કંપની લોમીટેડ મેં મહાત્મા ગાંધી રોડ, મુંબઈ
Page #57
--------------------------------------------------------------------------
________________
તપના પ્રકારો
रसरुधिरमांसमेदोऽस्थिमज्जशुक्राण्यनेन तप्यन्ते । कर्माणि चाशुभानीत्यतस्तपो नाम नैरुक्तम् ॥
૫૫
• જેનાથી રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા
'
અને શુક્ર એ શરીરની સાતે ધાતુ તપે તે તપ જાણવું.' તાત્પ કે જેના મનની શુદ્ધિ થાય તેને તપ સમજવું.
તથા અશુભ કર્મો વડે શરીર અને
આ વ્યાખ્યા પ્રમાણે કેારું દેહદમન એ તપ નથી અને માત્ર માનસિક તિતિક્ષા એ પણ તપ નથી. તેમાં દેહ અને મન ઉભયની શુદ્ધિ કરનારાં તત્ત્વા જોઈ એ. જૈન તપની પ્રણાલિકા આ બંને પ્રકારની શુદ્ધિ પર રચાયેલી છે, તે તપના પ્રકારે જોવાથી બરાબર સમજી શકાશે. ૧૪—તપના પ્રકારો
તપ મુખ્યત્વે એ પ્રકારનું છેઃ માહ્ય અને અભ્ય ́તર. તેમાં ખાદ્ય તપના છ પ્રકાશ છેઃ (૧) અનશન, (૨) (ર) ઊનેાદરકા, (૩) વૃત્તિસ ક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાયકલેશ અને (૬) સલીનતા. તેમજ અભ્યંતર તપના પણ તેટલા જ પ્રકારા છેઃ (૧) પ્રાયશ્ચિત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ત્વ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) વ્યુત્સગ.
આ ખાર પ્રકારના અહી' સક્ષિપ્ત પરિચય આપીશું. (૧) અનસન-ઉપવાસ—જીવનો આહાર કરવાના અનાદિ કાળના જે સ્વભાવ છે, તેના ઉપર આ તપથી ધણા કાબૂ મેળવી શકાય છે. વૈદ્યકશાસ્ત્ર પણ તેની ઉપચાગિતા સ્વીકારી છે અને નિસગેઽપચારવાળાઓએ તેના પર ગ્રંથના
Page #58
--------------------------------------------------------------------------
________________
૫૬
તપની મહત્તા
ગ્રંથો લખ્યા છે. તેમાં ઉપવાસથી થતા લાભે પર ઘણે પ્રકાશ પાડવામાં આવ્યું છે.
(૨) ઊ રિકા-ઉદરને અર્થાત્ પેટને ડું ઊન એટલે ઊણું રાખવું; અર્થાત્ પ્રમાણ કરતાં થોડે એ છે ખારાક લે તેને ઊને દરિકા કહેવામાં આવે છે. ઠાંસીને જમવાથી મગજ પર લેહીનું દબાણ વિશેષ થાય છે. પરિણામે કૃતિ ઓછી થઈ જાય છે તથા આળસ અને ઊંઘ આવવા માંડે છે. વળી ઠાંસીને જમવાથી શરીરમાં મેદનું પ્રમાણ વધે છે અને રાત્રે સ્વપ્નદોષ પણ થાય છે. બ્રહ્મચર્યની આઠમી વાડમાં “ગરિમાત્રાssમો–પ્રમાણથી અધિક આહાર કરે નહિ” એમ જે કહેવાયું છે, તેનું મુખ્ય કારણ આ જ છે. જેણે બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કરવું હોય તેણે પરિમિત આહાર જ કરે જોઈએ. આ તપથી મન પર કાબૂ આવતે જાય છે.
| (૩) વૃત્તિસંક્ષેપ–ભજન અને જળ વડે જીવતા રહી શકાય છે, એટલે તેને વૃત્તિ કહેવામાં આવે છે. આ વૃત્તિને સંક્ષેપ કરે એ વૃત્તિસંક્ષેપ નામનું તપ છે. તેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સંક્ષેપ કરતાં ઉમ તિતિક્ષા થાય છે. જેમ કે અમુક જાતની ભિક્ષા મળે તે જ લેવી એ દ્રવ્યસંક્ષેપ. એક, બે કે અમુક ઘરમાંથી ભિક્ષા મળે તે જ લેવી એ ક્ષેત્રસંક્ષેપ. દિવસના પ્રથમ પ્રહરમાં કે મધ્યાહ્ન પછી જ ભિક્ષા લેવા જવું એ કાલસંક્ષેપ. સાધુઓને મધ્યાહુને જ ગેચરી કરવાની છે, એ
Page #59
--------------------------------------------------------------------------
________________
Elegance in Velvet
Rich, smooth, feminine velvet. Such luxury
acar you. Cholis in 'ASHOK' velves will bring you many pretty compliments.
Ashok en ASHOK VELVET MANUFACTURING CO. PRIVATE LTO.
ell FABRICS
JA
S
Selling Agents: Messrs. V. Chatrabhuj & Co. Private Ltd.
M. J. Market, Bombay 2.
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ શ્રી શ્રાવશ્રાવિકાક્ષેત્ર ઉત્કર્ષ-મુંબઈ સમિતિ સંચાલિત
ઉદ્યોગગૃહ
સાધાર્મિક વાત્સલ્ય, જાતમહેનત અને ગૃહઉદ્યોગને ઉત્તેજન
આપી રહ્યું છે. તેની એકવાર અવશ્ય મુલાકાત લેવા વિનંતિ છે.
ટે. નં. ૭૪૮૩૬ – ઉદ્યોગગૃહમાં ચાલતા પરિશ્રમાલય અને શિક્ષણવિભાગમાં ૫૫૦ થી
૬૦૦ જેટલાં ભાઈ–બહેને લાભ લઈ રહ્યાં છે. –ઉત્પાદન વિભાગમાં દરેક વસ્તુ પૂરી કાળજીથી સફાઈબંધ બનાવવામાં |
આવે છે અને તે વેચાણવિભાગની દુકાનમાંથી મળી રહે છે. –ટેલીફેનથી ડરે નેંધી લેવાની તથા માલ ઘેર પહોંચાડવાની
વ્યવસ્થા કરવામાં આવી છે. –ખાખરા, પાપડ, ચાહ-દૂધના મશાલા, અથાણાના મશાલા, ચૂર્ણ,
સરબત વગેરે અનેક વસ્તુઓ તૈયાર થાય છે. –સીલાઈ વિભાગમાં સ્ત્રી-પુરુષોને મનપસંદ કપડાં સીવી આપવામાં
આવે છે. –ઉપરાંત ટાઈપરાઈટીંગ, શેટે હેન્ડ, કોરસપોન્ડન્સ, એકાઉન્ટસી તથા પાકા નામાનાં વર્ગો ચાલે છે.
એટલે આ ઉદ્યોગમંદિર આપની અનેકવિધ ઘરગથ્થુ વસ્તુઓની જરૂરીઆત પૂરી પાડી શકે
તેમ છે. ૧૦૯-૧૧૭, સી. પો. ટેન્ક રેડ, માધવબાગ પાસે,
મુંબઈ. નં. ૪
Page #61
--------------------------------------------------------------------------
________________
તપના પ્રકારો
અપેક્ષાએ પ્રથમ પ્રહરની તથા પછીના પ્રહરની ગેચરીને વૃત્તિ સંક્ષેપમાં ગણી છે. અને અમુક સ્થિતિમાં રહેલી વ્યકિત જ ભિક્ષા આપે તે લેવી એ ભાવસંક્ષેપ. શ્રી મહાવીર સ્વામીએ આ ચારે પ્રકારનો સંક્ષેપ કરતાં દશ બેલથી અભિગ્રહ થ હતો અને તે પાંચ માસ અને પચીસ દિવસ પછી ચંદનબાળાદ્વારા પૂરે થયે હતે. ગૃહસ્થને આ તપ અભિગ્રહરૂપ હોય છે.
(૪) રસત્યાગ–દૂધ, દહીં, ઘી, તેલ (સાકર) અને પકવાન્ન એ છ રસ કે વિકૃતિને યથાશકિત ત્યાગ કરે.. મધ, મદિરા, માંસ અને માખણ એ મહાવિકૃતિ કહેવાય છે અને તે મુમુક્ષુઓને માટે સર્વથા અભય છે. બાવીશ. અભક્ષ્યમાં તેની ગણના કરવામાં આવી છે. એકાશનપૂર્વક રસનો ત્યાગ કરે, તેને આયંબિલ કહેવાય છે. તેનો મહિમા જિનશાસનમાં ઘણે છે.
(૫) કાયકલેશ-સંયમનિમિત્ત કાયાને પડતું કષ્ટ સહન કરી લેવું. એમાં વીરાસનાદિ આસને લાંબા સમય સુધી બેસી રહેવું, એ કાયકલેશ નામનું તપ છે.
(૬) સંલીનતા-સંલીનતા એટલે સંગેપન. તે ઇંદ્રિય, કષાય અને યોગને અંગે સમજવી. તાતપર્ય કે ઈદ્રિનું સંગેપન કરવું--તેને કાબૂમાં રાખવી, કષાયનાં કારણે ઉપસ્થિત થવા છતાં કષાય ન થવા દે તથા મન, વચન, કાયાની બને તેટલી ઓછી પ્રવૃત્તિ કરવી. સ્ત્રી, પશુ અને નપુંસકના વાસથી રહિત એવા એકાંત વિશુદ્ધ સ્થાનમાં રહેવું, એને પણ જૈન મહર્ષિઓએ સંલીનતા કહેલી છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
તપની મહત્તા
(૧) પ્રાયશ્ચિત—પેાતાની ભૂàાનો ગુરુ આગળ -આળભાવે એકરાર કરવા અને તેની શુદ્ધિ માટે તેએ જે તપ કરવાનું ફરમાવે તે ખેદ પામ્યા વિના કરવું, એ પ્રાયશ્ચિત નામનું અભ્યંતર તપ છે.
(૨) વિનય—મેક્ષનાં સાધનો પ્રત્યે અંતરનું બહુમાન રાખવું અને તેના અંગે શિષ્ટાચારનું પાલન કરવું તથા તેમના પ્રત્યેની આશાતનાને વજવી એ વિનય નામનું અભ્યંતર તપ છે. તેના દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય અને ઔપચારિક વિનય એવા પાંચ પ્રકારી પ્રસિદ્ધ છે.
(૩) વૈયાવૃત્ત્વ—આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન ( માંદા કે અશકત) શૈક્ષ ( નવદીક્ષિત ), કુલ, ગણુ, સંધ અને સામિક એ દેશની નિરાશસ ભાવે અને કર્મક્ષયના હેતુથી સેવાશુશ્રુષા કરવી એ વૈષાવૃત્ત્વ નામનુ અભ્યંતર તપ છે. નર્દિષેણ મુનિની કથામાં તેને કેટલેાક પરિચય આવી ગયા છે.
(૪) સ્વાધ્યાય—આધ્યાત્મિક પ્રગતિ થાય તેવા સૂત્રસિદ્ધાંત કે ગ્રંથાનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવું તે સ્વાધ્યાય નામનું અભ્યંતર તપ છે. તેના વાચના-પાઠ લેવા, પૃચ્છના–પ્રશ્ન કરવા, પરાવતના આવૃત્તિ કરવી, અનુપ્રેક્ષાતત્ત્વચિંતન કરવું અને ધમ કથા-વિનિમય કરવા એ પાંચ ભેદો પ્રસિદ્ધ છે. મંત્રજપ પણ એક પ્રકારનો સ્વાધ્યાય છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
શ્રી યશાવિજયજી જૈન ગુરુકુળ-પાલીતાણા ગુરુકુળના બાળકોને યાદ કરશેા,
આ ગુરુકુળ ૪૬ વર્ષથી તીર્થંધિરાજ શ્રી શત્રુંજયની શીતલ છાંયડીમાં જૈન બાળાને શિક્ષણ, સંસ્કાર અને ધમભાવના આપી રહેલ છે. ઉપરાંત સંગીત, વ્યાયામ વગેરેની તાલીમ આપે છે.
સમાજના બાળકાને વાણિજય-બ્યાપારનું વ્યવસ્થિત જ્ઞાન મળે તે માટે પંદર વર્ષોથી કામસ` હાઇસ્કૂલ ચલાવે છે. તેમાંથી છેલ્લા તેર વષૅમાં ૨૨૫ ઉપરાંત વિદ્યાર્થી એ કામસ મેટ્રીક સુધી અભ્યાસ કરી વ્યાપારી ખજારામાં ગેહવાયા છે.
$
ગુરુકુળની સ્ટેશન સામેની નવી જમીન ઉપર કામર્સિયલ હાઈ સ્કૂલ, મીડલફૂલ અને વિદ્યાર્થી –નિવાસગૃહનું નવું વિશાળ ભવ્ય મકાન રૂપિયા બે લાખનાં ખયે તૈયાર થયું છે. આ નૂતન મકાનની એ વીન્ગાને ભાગ્યશાળી દાનવીરોનાં નામ અપાયું છે. સેન્ટ્રલ હેલ તથા પુસ્તકાલય અને વાંચનાલય પણ તેાંધાઈ ગયા છે. ખૂટતાં એક લાખની રકમ માટે ઉપરના સેાળ ઓરડાઓ પૈકી દરેકના રૂ. ૫૦૦૦ પાંચ હજારની મદદ મેળવવાની આશા છે, તેમાં છ એરડાએ લખાયા છે. સિદ્ધાચલજીમાં આપ્તજનેનુ' ચિરસ્મારક રાખવા એક એક ઓરડા નોંધાવી આમારી ભીડ ભાંગવા સમાજના દાનવીરાતે અમારી નમ્ર વિનતિ છે.
સંસ્થાના વિકાસમાં ફુલ નહિ તેા ફુલની પાંખડી આપી આભારી કરશો.
પ્રમુખ
હેડ ઓફિસ-મગનલાલ મુળચંદ્ર શાહ ગુલાલવાડીનાકા ગાડીજી ખીલ્ડીંગ, ડાહ્યાભાઇ હીરાચંદ શ્રાફ પહેલે માળે મુંબઇ ૨.
ઉપપ્રમુખ
ચંદુલાલ વમાન
શાહ
મનુભાઇ ગુલામસ દ કાપડીઆ અમરચંદ હુકમચ માનદ્ મંત્રી:
Page #64
--------------------------------------------------------------------------
________________
વિશ્વવંદ્ય પ્રભુ મહાવીરને મહામંત્ર અહિંસા ભારતને ખૂણે ખૂણે અને અન્ય દેશમાં અહિસાપ્રચાર અને અભયદાનના
વ્યાપક કાર્યો કરતી મુંબઈની શ્રી જીવદયા મંડળીને સહાય કરી
– અભયદાનનું પુન્ય મેળવે. – રૂ. ૧૦૦૧), રૂા. ૫૦૧ કે ૨૫૧) સ્થાયી ફંડમાં આપી અનુકમે મંડળના પેન, ડોનર કે લાઈફ મેમ્બર બને. – અછિક મદદ મોકલી સહાય કરે. – મદદ મેકલવાનું ઠેકાણું –
માનદ મંત્રીઓ મુંબઈની શ્રી જીવદયા મંડળી.
૧૪૯, શરાફ બજાર, મુંબઈ-૨
તલ૯૬૬૬ % ૨૯ જડી
:
:
ત્રિવિધ સેવા છે. લેખનઃ જીવનચરિત્રો, નિબંધ, લેખ, વિવેચન, કથાઓ
તૈયાર કરી આપવામાં આવે છે. મુદ્રણઃ અમારી દેખરેખ નીચે પુસ્તકો સુંદર રીતે છપાવી
આપીએ છીએ. તેને લગતાં ચિત્રો, લોકે પણ
તૈયાર કરી આપીએ છીએ. પ્રકાશનઃ અમારી મારફત છૂટક પુસ્તકે તથા ગ્રંથમાલા
રૂપે પુરત કે પ્રકટ કરાવવા હોય તે પણ કરી આપવામાં આવે છે. વિશેષ જાણવા પત્રવ્યવહાર કરજે ન સાહિત્ય – પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ-૯
16
Page #65
--------------------------------------------------------------------------
________________
તપના પ્રકારો • (૫) ધ્યાન-મનની એકાગ્રતાને ધ્યાન કહેવામાં આવે છે. તે શુભ અધ્યવસાયપૂર્વક હોય તે તેનો સમાવેશ અત્યંતર તપમાં થાય છે. તેના ધર્મધ્યાન અને શુકલધ્યાન એવા બે ભેદે પ્રસિદ્ધ છે. એ દરેક ધ્યાનના પણ ચાર પ્રકારે છે, તેને કેટલેક પરિચય યોગાભ્યાસ નામના આગામી નિબંધથી મળી રહેશે. જન મહર્ષિએ કહે છે કે આ તપ કર્મરૂપી વનને બાળી મૂકવા માટે દાવાનળ જેવું છે, એટલે તેનો આશ્રય લેવાથી ઉઝમાં ઉગકર્મો પણ ચેડા વખતમાં નાશ પામે છે. . (૬) વ્યુત્સર્ગ–બુત્સર્ગ એટલે ત્યાગ. તે દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનો છે. તેમાં દ્રવ્યવ્યત્સર્ગના ચાર પ્રકારે છે : (૧) ગણવ્યુત્સર્ગ–લોકસમૂહનો ત્યાગ કરી એકાકી વિચરવું. (૨) શરીરવ્યુત્સર્ગ–શરીર પરની મમતા છેડી દેવી. (૩) ઉપધિવ્યુત્સર્ગ–વ, પાત્ર વગેરે ઉપધિ ઉપરની મમતા છેડી દેવી. (૪) ભક્તપાનબુત્સર્ગ આહારપાણીને ત્યાગ કરે કે જેને સંથારો કર્યો કહેવાય છે. દ્રવ્યત્રુત્સર્ગના ત્રણ પ્રકારે છે: (૧) કષાયબ્યુત્સર્ગ કષાયનો સંપૂર્ણ ત્યાગ કર. (૨) સંસારવ્યુત્સર્ગ–સંસારનો ત્યાગ કરો. અને (૩) કર્મભુત્સગ એટલે આઠે પ્રકારનાં કર્મોનો ત્યાગ કરવો. આ તપમાં શરીરવ્યુત્સર્ગ એટલે કાર્યોત્સર્ગની ગણના વિશેષ થાય છે. તેમાં કાયાને એક આસનથી, વક્શનને મૌનથી અને મનને ધ્યાનથી નિયંત્રિત કરવાનું હોય છે.
જૈન મહર્ષિઓ કહે છે કે
કી વિચારગણુબ્યુલ્સગજ કંટ્યુન્સ અને
Page #66
--------------------------------------------------------------------------
________________
તપની મહત્તા
શરૂઆતમાં કડવાં પણ પરિણામે સુંદર એવાં બાહ્ય અને અભ્યંતર અને પ્રકારનાં તા હમેશા કરવાં, કારણ કે રસાયણુ જેમ દુષ્ટ રાગેાનો નાશ કરે છે, તેમ આ તપેા કુકના સમૂહના નાશ કરે છે.'
૪
"
૧૫-તપ કેવી રીતે કરવું ?
તપ કેવી રીતે કરવું ? તે ખાખતમાં જૈન મર્ષિ આએ નીચેની સૂચનાઓ આપી છેઃ
(૧) તપ પૂજા, પ્રસિદ્ધિ કે દુન્યવી લાલેા માટે ન કરવું, પણુ માત્ર કક્ષયના હેતુથી જ કરવું, તપથી દુન્યવી લાભની ઈચ્છા કરવી એ રત્નને બદલે કેાડી મેળવવા જેવા મૂર્ખાઈભરેલા વ્યવહાર છે.
(૨) તપ એવી રીતે કરવું કે જેથી કાઈ અંગમાં ખાડખાંપણ આવે નહિ. અંગમાં ખાડખાંપણ આવે તે નિત્યની ધમ પ્રવૃત્તિઓ હણાય.
(૩) તપ એવી રીતે ન કરવું કે જેથી મન અમગળનું ચિંતન કરવા લાગે, અર્થાત્ આ ધ્યાન-રૌદ્રધ્યાનમાં ચડી જાય.
(૪) તપ આજીવવિકાના હેતુથી પણ કરવું નહિ. જેએ તપની મહત્તા સમજીને તેનુ યથાવિધ આરાધન કરશે, તેઓ સુખ અને શાંતિની અદ્રશ્ય પ્રાપ્તિ કરશે તથા મહા મહેનતે મળેલા મનુષ્યભવને સફળ કરી શકશે. इति शम् ।
Page #67
--------------------------------------------------------------------------
________________
ફાન ન, ૭૦૫૬૬
ગ્રામ: “Budhisarma” Bombay
અમારા માનવંતા કદરદાન ગ્રાહકાને * સમયસરની સૂચના
જુની અને જાણીતી બુઢીમા સ્થાપિત ૧૦૦ વર્ષની પુરાણી પેઢી મુંબઈ, ડુંગરી, પાલાગલીના જગપ્રસિદ્ધ દાતુ મનજી પદમશી સુરમાવાલા
૨ જી સ્ટ હ
કે ડે મા
સુરમાએ ખરીદતાં પહેલા માનવંતા ગ્રાહકોનું લક્ષ દારીએ છીએ કે ભીંડીબજાર, મદનપુરા, શેખમેમન સ્ટ્રીટ, મુલજી જેઠા મારકીટ કે ઝવેરી ખારના લત્તામાં કાઈ પણ દુકાને અમારા સુરમાએ વેચાતા મળતા નથી. નોંધી રાખશો કે અમારી જુની જાણીતી દુકાન ડુંગરી મધ્યે ૭૮, સેમ્યુઅલ સ્ટ્રીટ, પાલાગલી, મુંબઈ નં. ૯ એ ઠેકાણે આવેલ છે. – ૢ નકલી સુરમાઓથી સાવધાન રહેા :– — સમયસરની ચેતવણી
૯
-
-
૧ અમારી ખાટલીની પેકીંગ ‘ગાળ’ તેમજ બેઉ બાજુ કાગળની રજીસ્ટર્ડ માર્કની સીલ તથા અમારૂ' નામ જોઇ તપાસી ખાત્રી કરી લેવી. ૨ અમારા કાઇ કેન્વાસર કે એજન્ટ નથી. ફક્ત અમારી એક જ દુકાને નીચેનાં ઠેકાણે મળે છે.
૩ બહાર ગામના આશ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે, ૪ ફોન નં. ૭૦૫૬૬ કરશે! તેા સુરમા ઘેરબેઠા પહેોંચાડવામાં આવશે. ડાકટરની મત સલાહ મેળવેા.
પ્
સામવારે પુરુષા માટે, ગુરુવારે સ્રીઓ માટે સવારે ૧૦ થી ૧૧ — અમારૂં એક જ ઠેકાણું જગપ્રસિદ્ધ દાતુ મનજી પદમશી સુરમાવાલા
૭૮, સેમ્યુઅલ સ્ટ્રીટ, ડુંગરી પાલાગલી, સુંઅઈન, ૯
-:
Page #68
--------------------------------------------------------------------------
________________ གྱི་ཞེས་པའི་ཡུལི་ཁེ་གཤེ་དུ་ས་ག་ཞེས་བླ་མ་བ་རི་ཤི་སུའི ཡུལ་ཆེ་ཡིན་པ་མ་ જન તત્વજ્ઞાન તથા આચારને સુંદર સરલ કૌલીએ રજૂ કરતી အစွဲအလက်များ જૈન શિક્ષાવલી બીજી શ્રેણીનાં 12 પુસ્તક થી શોધ્યાgિfiggingણ રોસ્કૃષિopgaધ્વનિત સંવત 2016 ના માહ સુદિ પૂનમે પ્રગટ થશે. અગાઉથી લવાજમ ભરનાર માટે સ્થાનિક રૂા. 5-00, . બહારગામ માટે રૂા. 6-00. તમારું લવાજમ આજે જ મ. એ. થી મોકલી આપે. પુસ્તકોનાં નામ 1 સારું તે માર" ર જ્ઞાનજ્યોતિ 3 દાનની દિશા 4 કેમ સ્વરૂપ પ નયવિચાર 6 સામાયિકની સુંદરતા 7 મહામંત્ર નમસ્કાર કેટલાંક યંત્રો 9 આયંબિલ રહસ્ય 10 આહારશુદ્ધિ 11 તીર્થયાત્રા 12 સુધાબિન્દુ * જૈન સાહિત્ય-પ્રકાશન-મંદિર * લધાભાઈ ગુણર્પત બીડીંગ, ચીંચ બંદર, મુંબઈ 9 ད་དུང་དེ་གཉིས་ཀྱི་དག་པས་ཡུད་ཙམ་ཞེས་བྱ་བ་གསུམ་ཞེཅུ:མི་ཡུལཾ ཞེས་ ཞེས་ མི་ཚུ་ ཞེ ཞེ ཞེ ཞེས་པའི་ ધી નવપ્રભાત પ્રેસ-અમદાવાદ. જોવાઈબ્રાઈngોતેydoglossોresponses အသဲပုတ်စက်ထဲမှာ