Book Title: Jagatna Vidyaman Dharmo
Author(s): Jayendrakumar Anandji Yagnik
Publisher: University Granthnirman Board
Catalog link: https://jainqq.org/explore/032771/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ITIતના વિદ્યHIT ઉm . જ્યેન્દ્રકુમાર આણંદજી યાજ્ઞિક બોર્ડ-ગુ ટી ગ્રંથનિ. 12.12 યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬. Page #2 -------------------------------------------------------------------------- ________________ જગતના વિધમાન ધર્મો (1382 ) : લેખક : ડૉ. જયેન્દ્રપ્રસાદ આણંદજી યાજ્ઞિક એમ.એ., પીએચ.ડી. ગયા, મણ બા, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ Living Religions of the World by Dr. J. A. Yagnik પ્રકાશક : શ્રીમતી જયંતી રવિAS ઉપાધ્યક્ષઃ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૩૮૦ 006. website : www.granthnirman.com email : contact@granthnirman.com (c) યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય પ્રથમ આવૃત્તિ (પુનમુદ્રિત) : 1984 દ્વિતીય આવૃત્તિ (પુનમુદ્રિત) : 1993 તૃતીય આવૃત્તિ (પુનમુદ્રિત) : 2011 નકલ : 1100 કિંમત : રૂા.૭૫/ "Published by the University Book Production Board, Gujarat State; under the Centrally Sponsored Scheme of Production of Books and Literature in Regional Languages at the University level, of the Government of India in the Ministry of Education and Social Welfare (Department of Culture), New Delhi. મુદ્રક : રાજ ગ્રાફિક્સ એમ-૬૦૪, સર્જન ટાવર, મેમનગર, અમદાવાદ મો. : 98790 27600 Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન પર્વે ચારેક દાયકા પહેલાં પ્રાદેશિક ભાષાને પ્રોત્સાહન આપવાની અને યુનિવર્સિટી કક્ષાએ શિક્ષણ પરીક્ષણના માધ્યમ તરીકે પ્રાદેશિક ભાષા પ્રસ્થાપિત કરવાની રાષ્ટ્રવ્યાપી યોજના અમલમાં મુકાઈ. આ યોજના અન્વયે કેન્દ્ર સરકારે રાજ્યદીઠ ગ્રંથનિમણ બોર્ડ સ્થાપવાનો નિર્ણય કર્યો અને એમ ૧૯૭૦માં આપણા ગુજરાતનું યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ અસ્તિત્વમાં આવ્યું. પુસ્તક પ્રકાશન માટે તો કેન્દ્ર સરકારે અનુદાન આપવાનું સ્વીકારી જ લીધેલું, 1976 થી આપણી ગુજરાત સરકારે બોર્ડના સઘળા વહીવટી ખર્ચનું ઉત્તરદાયિત્વ પણ સ્વીકારી લીધું. આમ બબ્બે સરકારો દ્વારા પોષાતા આ બોડે, સતત બદલાતાં પણ નીવડેલાં કેળવણીકારોના નેતૃત્વ હેઠળ વિશુદ્ધ વિદ્યાસંસ્થા તરીકે ગજબનું કાઠું કાઢ્યું છે, એટલું જ નહીં વિદ્યાવ્યાસંગીઓના સંસર્ગમાં રહીને તે સરસ્વતી ઉપાસનાનું તીર્થ બની રહ્યું છે. યુનિવર્સિટી કક્ષાએ ચાલતા વિવિધ વિદ્યાશાખાના વિવિધ વિષયના અભ્યાસક્રમોને અનુરુપ સંદર્ભગ્રંથો તૈયાર કરાવવાનું મહત્ત્વનું કામ બોર્ડ કરે છે. આ માટે વિદ્વાનો અને તજજ્ઞોને ગ્રંથલેખન માટે સન્માનપૂર્વક ઈજન પાઠવવામાં આવે છે, સાથે સાથે વિદ્વાનો તરફથી આવતા ઉપયોગી પ્રકાશનોના પ્રસ્તાવો ઉપર પણ ગંભીરતાથી વિચાર કરવામાં આવે છે. એ ભાગ્યે જ કહેવાનું હોય કે બોર્ડનાં પુસ્તકો માટે ગુણવત્તા (quality)અને પ્રમાણભૂતતા (authenticity)નું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. વળી વિદ્યાર્થીઓ માટે જ આ પુસ્તકો લખાતાં હોઈ એની કિંમત પણ વિદ્યાર્થીના ખિસ્સાને પરવડે એવી રાખવામાં આવે છે. ગ્રંથપ્રકાશનની આ યોજનાના અનુસરણમાં વિનયન વિદ્યાશાખાના તત્ત્વજ્ઞાન વિષયના અધ્યયન-અધ્યાપનમાં ઉપયોગી પ્રમાણભૂત સંદર્ભગ્રંથો પ્રાપ્ય બની રહે એ હેતુથી ડૉ. જયેન્દ્રકુમાર યાજ્ઞિક દ્વારા તૈયાર થયેલ સંદર્ભગ્રંથ જગતના વિદ્યમાન ધર્મોની પ્રથમ આવૃત્તિ ૧૯૮૪માં પ્રસિદ્ધ કરવામાં આવેલી. અભ્યાસક્રમ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ ઉપયોગી આ સંદર્ભગ્રંથની પ્રથમ બાદ ૧૯૯૩માં એની દ્વિતીય આવૃત્તિ પ્રગટ કરવામાં આવી. એ આવૃત્તિની બધી જ નકલો Page #5 -------------------------------------------------------------------------- ________________ અપ્રાપ્ય બનતાં અને એની સતત માગને જોતાં બોર્ડ એની ત્રીજી પુનર્મુદ્રિત આવૃત્તિ પ્રગટ કરી રહ્યું છે તેનો ગૌરવસહ આનંદ છે. અગાઉની આવૃત્તિઓની જેમ સંદર્ભગ્રંથના આ ત્રીજા સંસ્કરણને પણ વિદ્યાર્થીઓ, અધ્યાપકો ઉપરાંત આ વિષયમાં અભિરુચિ ધરાવતાં સર્વ જિજ્ઞાસુઓનો આવકાર અને આદર સાંપડી રહેશે એવી શ્રદ્ધા છે. આ સંદર્ભગ્રંથ સુલભ બનાવવામાં લેખક ઉપરાંત પ્રેસ, પ્રૂફરીડર અને બોર્ડનાં કર્મચારીઓએ દાખવેલી તત્પરતા બદલ તેઓનો પણ આભાર માનું છું. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬. સપ્ટેમ્બર-૨૦૧૧ શ્રીમતી જયંતિ રવિ ઉપાધ્યક્ષ Page #6 -------------------------------------------------------------------------- ________________ સંપાદકનો પરિચય ડો. જયેન્દ્રકુમાર આણંદજી યાજ્ઞિક શૈક્ષણિક કારકિર્દી: ૧૯૫૪માં મુંબઈ યુનિવર્સિટીની ઈન્ટર આર્ટ્સની પરીક્ષામાં તર્કશાસ્ત્રમાં સૌથી વધારે ગુણ મેળવવા બદલ સેલ્બી સ્કોલર-એલ્ફિન્સ્ટન કૉલેજમાં ડૉ. જે.એન.ચબના હાથ નીચે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરી ૧૯૫૬માં મુંબઈ યુનિવર્સિટીના બી.એ.(ઓનર્સ)તત્ત્વજ્ઞાન વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે આવી ૧૯૫૮માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એમ.એ.-૧૯૬૭માં એ જ યુનિવર્સિટીમાં ડૉ. એ. જી. જાવડેકરના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણના તત્ત્વજ્ઞાન પર મૌલિક સંશોધન બદલ પીએચ.ડી. શૈક્ષણિક અનુભવ ૧૯૫૮-૫૯માં જામનગરની સરકારી કૉલેજમાં તત્ત્વજ્ઞાનના વ્યાખ્યાતા - 1959 થી 1971 સુધી શ્રી એચ.કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ - 1971 થી 1993 સુધી ગુજરાત યુનિવર્સિટીમાં તત્ત્વજ્ઞાનના પ્રોફેસર અને વિભાગીય વડા - 1983 થી 1993 સુધી ગુજરાત યુનિવર્સિટીના મનોવિજ્ઞાન, શિક્ષણશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન ભવનના અધ્યક્ષ - 1968 થી પીએચ.ડી. માટેના માન્ય માર્ગદર્શક અધ્યાપક-ઘણા વિદ્યાર્થીઓને સંશોધનમાર્ગદર્શન દ્વારા પીએચ.ડી. પદવીની પ્રાપ્તિ, જેમાંના કેટલાક પ્રકાશિત પીએચ.ડી. નિબંધોની ધર્મ-તત્ત્વજ્ઞાન વિષયના ઉત્તમ પુસ્તક તરીકે નામના. પ્રકાશનો અને પ્રવૃત્તિઓઃ પ્રારંભિક તર્કશાસ્ત્ર, અર્વાચીન તર્કશાસ્ત્ર પ્રવેશ, નીતિશાસ્ત્ર પ્રવેશ, પ્રારંભિક તત્ત્વચિંતન વગેરે પાઠ્યપુસ્તકો-પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનનો સરળ ઇતિહાસ (એ.કે. રોજર્સના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ) - પ્રશિષ્ટ સામયિકો, જ્ઞાનકોષો અને રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય કક્ષાનાં અધિવેશનોના અહેવાલોમાં પ્રકાશિત થયેલા અનેક સંશોધન લેખો-મૌલિક સંશોધન ગ્રંથ: The Philosophy of Sri Swaminarayana (Published by L.D. Institute of Indology, Ahmedabad) - oprid 2194 PLUUL પાઠ્યપુસ્તક મંડળનાં કેટલાંક પુસ્તકોમાં મુખ્ય સહાયક - યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, Page #7 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત રાજ્યનાં પુસ્તકોના પરામર્શક - ઈન્ડિયન ફિલોસોફિકલ કૉગ્રેસની પ્રવૃત્તિઓને વિશેષ ફળદાયી બનાવવા માટે નિયુક્ત થયેલી ખાસ સમિતિના કન્વીનર - ઇન્ડિયન ફિલોસોફિકલ કોંગ્રેસ અને કેટલીક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓની વ્યાખ્યાન શ્રેણીઓમાં નિમંત્રિત વ્યાખ્યાતા - યુ.જી.સી. અને ભારતની વિવિધ યુનિવર્સિટીઓની તેમજ ભારત સરકારની તત્ત્વજ્ઞાન વિષયને લગતી કેટલીક સમિતિઓના સક્રિય સભ્ય. - ડિસેમ્બર ૧૯૯૧માં ગુજરાત યુનિવર્સિટી અને શ્રી સ્વામિનારાયણ મંદિર, કાળુપુરની નિશ્રામાં સામાજિક તત્ત્વજ્ઞાન અંગેની આંતરરાષ્ટ્રિય પરિષદ બોલાવીને વિશ્વભરના વિવિધ દેશોમાંથી પધારેલા સંખ્યાબંધ નામાંકિત વિદ્વાનો સમક્ષ “માનવ અધિકારો અને સ્વાતંત્ર્યના રક્ષણ માટે “સ્વધર્મ પાલનની અનિવાર્યતા” અંગેના ભારતીય દષ્ટિકોણનું અસરકારક પ્રતિપાદન - ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ફિલોસોફિકલ રિસર્ચના સક્રિય સભ્ય - ઈન્ટરનેશનલ સોસાયટી ફૉર ઈન્ટરકલ્ચરલ સ્ટેડિઝ એન્ડ રિસર્ચના માનટ્સભ્ય - ગુજરાતમાં તત્ત્વજ્ઞાન વિષયની વ્યાપક અભિરુચીના પોષણ માટે કાર્ય કરતી ગુજરાત તત્ત્વજ્ઞાન પરિષદના પ્રમુખ - શ્રી સ્વામિનારાયણ મંદિર, કાળુપુર, અમદાવાદના સહયોગથી “શ્રી સ્વામિનારાયણ આંતરરાષ્ટ્રીય મૂલ્યશિક્ષણ વિદ્યાભવન'ના સ્થાપક અને અધ્યક્ષ. Page #8 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય પ્રસ્તાવના જગતના વિદ્યમાન ધર્મો પર ઘણી ભાષાઓમાં ઘણાં પુસ્તકો સુલભ છે. પણ સર્વધર્મસમભાવનની દષ્ટિએ વિચારીને “અનેક ધર્મોમાં રહેલી એક ધાર્મિકતાને પ્રગટ કરવાનો પ્રયત્ન કરતું આ પુસ્તક મારી જાણકારી મુજબ એ વિષય પરનું પ્રથમ પુસ્તક છે, જ્ઞાન, નીતિ, ભક્તિ અને વૈરાગ્ય એ ઉત્તમોત્તમ ધાર્મિક જીવનનાં ચાર પાસાંઓ છે. ધાર્મિક જીવન કે ધાર્મિક્તાના આ આદર્શને અનુલક્ષીને જગતના પ્રત્યેક વિદ્યમાન ધર્મનો પરિચય આપવાનો આ પુસ્તકમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે અને એ રીતે તેમાં વિવિધ ધર્મોમાં રહેલી મૂળભૂત એકતાનું નિરૂપણ થયું છે. આપણે લોકશાહી અને બિનસાંપ્રદાયિક રાજ્યવ્યવસ્થા સ્વીકારી છે. એના અનુસંધાનમાં ડૉ. રાધાકૃષ્ણને યુનિવર્સિટી એજ્યુકેશન કમિશનના રિપોર્ટમાં યથાર્થ કહ્યું છે કે “બિનસાંપ્રદાયિક હોવું એટલે ધાર્મિક દૃષ્ટિએ નિરક્ષર રહેવું એવો અર્થ થઈ શકે જ નહિ. સાંપ્રદાયિક સંકુચિતતા છોડીને ઊંડી આધ્યાત્મિકતા કેળવવી એજ બિનસાંપ્રદાયિક હોવાનો ખરો અર્થ છે.” ઊંડી આધ્યાત્મિકતાની અને ધાર્મિક સહિષ્ણુતાની કેળવણીમાં ઉપકારક થવાની આ પુસ્તકમાં ક્ષમતા છે અને તેથી આ પુસ્તક આ વિષય ભણતા વિદ્યાર્થીઓ ઉપરાંત વ્યાપક જનસમુદાયને માટે પણ ઉપયોગી છે. આ પુસ્તકને ગુજરાતી વાચકો તરફથી ખૂબ આવકાર મળશે એટલું જ નહિ પરંતુ અન્ય કોઈ ભાષામાં આ પુસ્તકનો અનુવાદ થશે તો તેને પણ વ્યાપક આવકાર મળી રહેશે એવી શ્રદ્ધા અસ્થાને નથી. પ્રવર્તમાન ભારતીય સંયોગમાં આ પ્રકારનાં પુસ્તકોની જે પ્રસ્તુતા છે તે જોતાં ગુજરાત યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ આ પુસ્તકના પ્રકાશનમાં લીધેલો વિશેષ રસ પ્રશંસા અને અભિનંદન પાત્ર ઠરે છે. આ પુસ્તકના સંપાદનનું કાર્ય કરવાની મને તક આપવા બદલ હું યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડનો આભારી છું. સંપાદકીય યોજના મુજબ લેખનકાર્યમાં સહભાગી થનાર તમામ લેખકો પ્રત્યે ઋણભાવ પ્રગટ કરતાં આનંદ થાય છે. આ પુસ્તકના પ્રકાશનકાર્ય દરમિયાન પ્રિન્ટવેલ પ્રેસવાળા શ્રી નવનીતભાઈ શેઠે જે ધીરજ, ખંત અને ચીવટ દાખવેલાં છે તે બદલ હું તેમનો પણ આભારી છું. જયેન્દ્રકુમાર આ. યાજ્ઞિક અમદાવાદ રામનવમી Page #9 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિની પ્રસ્તાવના ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ પાસેથી આ પુસ્તકના કૉપીરાઈટ રૂા.૧/-ના પ્રતીક પુરસ્કારથી મેળવીને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ આ પુસ્તકનું પ્રકાશન કરવું જોઈએ એવા અમારા પ્રસ્તાવનો હર્ષભેર સ્વીકાર કરીને સ્વર્ગસ્થ શ્રી જે.બી.સેંડિલ સાહેબે કૃતિ-ઉત્સાહભર્યો પુરૂષાર્થ કરીને આ પુસ્તકનું પ્રકાશન કરાવ્યું તે કેટલું સમાજોપયોગી હતું તે આ પુસ્તકની બીજી આવૃત્તિની માંગ થઈ તે હકીકત પરથી સ્પષ્ટ થાય છે. આથી આ પ્રસંગે સેંડિલ સાહેબને શ્રદ્ધાંજલિ અર્પતા હું ધન્યતાની લાગણી અનુભવું છું. જગતના વિદ્યમાન ધર્મોની બીજી આવૃત્તિ કરવાનો આ શુભ સંકલ્પ કરવા બદલ બોર્ડના માજી અધ્યક્ષ અને સૌરાષ્ટ્રયુનિવર્સિટીના વર્તમાન કુલપતિશ્રી જયેશભાઈ દેસાઈ તેમજ બોર્ડના વર્તમાન અધ્યક્ષશ્રી પ્રોફેસર બાલુભાઈ પટેલ પ્રત્યે ઋણભાવ પ્રગટ કરતાં આનંદ થાય છે. આ બીજી આવૃત્તિના પ્રકાશનકાર્યને “ધર્મના કામમાં ઢીલ નહીંના ન્યાયે પૂરી નિષ્ઠાપૂર્વક હાથ ધરવા બદલ બોર્ડના પ્રકાશન અધિકારીશ્રી વિ.ન. ચોકસીનો હું ખૂબ ખૂબ આભારી છું. મુદ્રારાક્ષસની કરડી નજરથી વંચિત રહે તે રીતે આ પુસ્તકની છપાઈ કરવામાં ખંતપૂર્વક સહભાગી થવા બદલ શ્રી રામ પ્રિન્ટિંગ પ્રેસવાળા શ્રી ગોપાલભાઈનો પણ હું આભારી છું. ધર્મનું તત્ત્વ સમજવાના આશયથી આ પુસ્તકનું વાચન મનન કરનારા તમામ વાચકો પ્રત્યે આદરભાવ પ્રગટ કરી આ પ્રસ્તાવના પૂરી કરું છું. જ. આ. યાજ્ઞિક આનંદ' ૬-બી, હાઈલેન્ડ પાર્ક, ગુલબાઈ ટેકરા, અમદાવાદ-૧૫ વિજયાદશમી, સં. 2049 તા. 24-10-1993 Page #10 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી આવૃત્તિ વેળાએ સમગ્ર વિશ્વમાં કોઈ પણ સભ્યતા કે સંસ્કૃતિમાં તેના આધારરૂપે એક યા બીજા પ્રકારે ધર્મ અથવા એક પ્રકારની શ્રદ્ધાનો સ્વીકાર થયેલો છે. આમ, એક તરફ ધર્મ એ સંસ્કૃતિનું હાર્દ છે, જ્યારે બીજી તરફ ઘણાંબધાં યુદ્ધો અને તકરારો ધર્મના નામે જ થયેલાં છે. આંતકવાદનો વૈશ્વિક મુદ્દો પણ સાચા ધર્મના ખોટા અર્થઘટનનું જ પરિણામ છે. આના પરથી એ સ્પષ્ટ થાય છે કે વર્તમાન કાળે માનવજાતને સાચા ધર્મની સમજ હોવી અત્યંત જરૂરી છે, જેને કારણે માણસ પોતાનો ધર્મ નિષ્ઠાપૂર્વક પાળી શકે અને સાથે સાથે અન્ય ધર્મો પ્રત્યે સાચો અભિગમ કેળવી શકે. આ ઉપરાંત, વર્તમાન કાળે માનવી કે જે ચિંતા, હતાશા અને હરિફાઈ વચ્ચે જીવે છે, તેને બિનસાંપ્રદાયિકતાના નામે નાસ્તિક બનવું પરવડે તેમ નથી અને ધર્મ પાસે આ બધી સમસ્યાઓમાંથી ઉગારવાની શક્તિ છે. સાથે સાથે, ૨૧મી સદીના વૈજ્ઞાનિક યુગમાં માણસને માટે ધમધતા કે મતાગ્રહ રાખવા પણ યોગ્ય નથી. તેથી, શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે માણસ પાસે અન્ય ધર્મોનું જ્ઞાન અને આદર તથા પોતાના ધર્મના મૂળભૂત સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠા હોવી અત્યંત આવશ્યક છે. આ પુસ્તક જગતના મુખ્ય ધર્મોના તાત્ત્વિક સિદ્ધાંતોની સમજ આપે છે, સાથે સાથે નૈતિક સિદ્ધાંતો તથા ભક્તિભાવના અને વૈરાગ્યભાવના અંગે પણ સમજ આપે છે, જે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે અત્યંત આવશ્યક છે. આ જ હેતુને અનુલક્ષીને ગુજરાત યુનિવર્સિટીએ સેમિસ્ટર પદ્ધતિમાં પણ જગતના ધર્મોના જ્ઞાનને આવશ્યક ગણી, ફાઉન્ડેશન કોર્સ તરીકે એક સેમિસ્ટરમાં દાખલ કરેલ છે. તેથી, આ વિષય રાખનારા વિદ્યાર્થીઓને પણ આ પુસ્તક મદદરૂપ થશે તેમ જ પ્રથમ આવૃત્તિ વખતે સ્પષ્ટ કર્યા મુજબ આ પુસ્તક અન્ય વાચકો માટે લાભદાયી નીવડશે તેવી શ્રદ્ધા છે. બદલ ઉચ્ચશિક્ષણ કમિશ્નર અને બોર્ડના ઉપાધ્યક્ષ શ્રીમતી જયંતી રવિ IASનો હૃદયપૂર્વક આભારી છું. તા. 27-7-11 જ આ યાજ્ઞિક Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ક્રમ વિગત. પૃષ્ઠ 16 . 32 48 66 85 102 1 25 1 ધર્મતત્ત્વવિચાર - જયેન્દ્રકુમાર યાજ્ઞિક 2 ધર્મોના અભ્યાસ પ્રત્યેનો અભિગમ - જયેન્દ્રકુમાર યાજ્ઞિક 3 હિન્દુ ધર્મ અને તેનાં શાસ્ત્રો - જયેન્દ્રકુમાર યાજ્ઞિક 4 હિન્દુ ધર્મના તાત્વિક સિદ્ધાંતો - જયેન્દ્રકુમાર યાજ્ઞિક 5 હિન્દુ ધર્મમાં નીતિ, ભક્તિ અને વૈરાગ્ય- જયેન્દ્રકુમાર યાજ્ઞિક 6 જૈન ધર્મ - દલસુખભાઈ માલવણિયા 7 બૌદ્ધ ધર્મ - નગીનભાઈ શાહ 8 શીખ ધર્મ - ઉપેન્દ્રરાય સાંડેસરા 9 જરથોસ્તી ધર્મ - નીલા જ. જોષી 10 ચહૂદી ધર્મ - ઉમેશકુમાર યાજ્ઞિક 11 ખ્રિસ્તી ધર્મ - ઉમેશકુમાર યાજ્ઞિક 12 ઈસ્લામ ધર્મ - ઉમેશકુમાર યાજ્ઞિક 13 કન્ફયુશિયસ ધર્મ - કૈલાસબહેન પટેલ 14 તાઓ ધર્મ - મુકુન્દ કોટેચા 15 શિનો ધર્મ - હરિપ્રસાદ પાઠક 16 ધમોનું તુલનાત્મક અધ્યયન - જયેન્દ્રકુમાર યાજ્ઞિક સંદર્ભસૂચિ 146 157 1 71 188 205 2 22. 232 243 257 Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧ ધર્મતત્ત્વવિચાર - જયેન્દ્રકુમાર યાજ્ઞિક 1. ધર્મ અને માનવજાતિઃ ગાય, ભેંસ, હાથી, ઘોડા વગેરે પ્રાણીઓની જેમ માણસ પણ એક જાતનું પ્રાણી છે અને બીજાં પ્રાણીઓની પેઠે તેને પણ શરીર છે. જે કોઈ શરીરધારી હોય તેને ખોરાક, ઊંઘ વગેરેની જરૂરિયાત હોય છે. આ રીતે માણસને પણ બીજાં પ્રાણીઓની જેમ ખોરાક, ઊંઘ વગેરેની જરૂરિયાતો હોય છે. બીજાં પ્રાણીઓની જીવનરીતિ જોતાં એ સ્પષ્ટ થશે કે નિર્બળ પ્રાણીઓને સબળ પ્રાણીઓનો ભય હોય છે અને સબળ પ્રાણીઓ નિર્બળ પ્રાણીઓ પર આક્રમણ કરતાં હોય છે. આને પરિણામે, માણસના કરતાં નીચી કોટિઓનાં પ્રાણીઓમાં “બળિયાના બે ભાગનો ન્યાય પ્રવર્તતો હોય છે. કેટલીકવાર માનવજાતિમાં પણ “બળિયાના બે ભાગવાળો ન્યાય પ્રવર્તતો હોય છે. અને તેનું કારણ એ જ છે કે માનવજાતિમાં પણ બીજાં પ્રાણીઓમાં જોવા મળતી ભય અને આક્રમકતાની વૃત્તિઓ રહેલી છે. આમ 1. ખોરાક, ઊંઘ વગેરેની જરૂરિયાત હોવી, અને 2. ભય અને આક્રમક્તાની વૃત્તિ સેવવી - એ બે બાબતોમાં માણસ અને બીજાં પ્રાણીઓ વચ્ચે કોઈ તફાવત નથી. આ બાબતોમાં માણસ બીજાં પ્રાણીઓ જેવો જ છે. માનવજાતિને પ્રાણીઓની બીજી જાતિઓથી જુદી પાડનારી કોઈ વસ્તુ હોય તો તે ધર્મ છે. આથી જ એક સંસ્કૃત શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે “આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર વસ્તુઓ પશુઓ અને માણસોમાં સમાન છે. ધર્મ જ માણસની વિશેષતા છે. ધર્મહીન માણસો તો પશુ જેવા જ છે.” ધાર્મિક જીવન જીવવાનું બીજાં પ્રાણીઓ માટે શક્ય જ નથી. માનવજાતિ માટે જ એ શક્ય છે. જે માણસ માનવજાતિની આ વિશેષતાને ધ્યાનમાં લઈને ધાર્મિક જીવન ગાળે છે તે શરીરધારી મટી જતો નથી અને તેથી ખોરાક, ઊંઘ વગેરેની જરૂરિયાતોમાંથી તે મુક્ત થઈ શકતો નથી, પણ તે ભય અને આક્રમકતાની વૃત્તિમાંથી મુક્ત થઈ શકે છે અને તેને પરિણામે પ્રાણીઓના જીવન કરતાં ક્યાંયે ચડિયાતું એવું જીવન જીવી શકે છે. આમ, માણસ સિવાયનાં બીજાં પ્રાણીઓ પાસે ભય અને Page #13 -------------------------------------------------------------------------- ________________ જગતના વિદ્યમાન ધર્મો આક્રમકતામાંથી મુક્ત થવાની કોઈ સગવડ જ નથી. મનુષ્યજન્મ એટલા માટે દુર્લભ ગણાય છે કે જો માણસ ધારે તો ધાર્મિક જીવન જીવીને ભય અને આક્રમકતાની વૃત્તિથી સંપૂર્ણ છુટકારો મેળવી શકે છે. ધર્મ માણસને નિર્ભય બનાવે છે. જે નિર્ભય હોય તેને કોઈનો ભય તો હોતો જ નથી, એટલું જ નહિ પણ ગાંધીજી કહે છે તેમ તે અહિંસક પણ હોય છે. અર્થાત્ તેના તરફથી સૌને અભયવચન હોય છે. તે ક્યારેય પણ કોઈના પર કોઈ પણ જાતનું આક્રમણ કરતો નથી. હિંસા અને આક્રમણનું મૂળ ભયમાં જ છે. ધાર્મિક જીવન વડે જો માણસ નિર્ભયતાને પામે તો તેના જીવનમાં અહિંસા, સત્ય, પ્રેમ, શાંતિ વગેરે ગુણો પ્રકટ થાય જ છે. આમ, આપણે જોયું કે હું માનવી માનવ થાઉં તો ઘણું” એ કાવ્યપંક્તિમાં માણસ પાસેથી બીજાં પ્રાણીઓ કરતાં ચડિયાતા જીવનની જે આશા રાખવામાં આવી છે તે આશા પૂરી કરવાનો પ્રયત્ન ધર્મમાં કરવામાં આવે છે. અને આને કારણે જ માનવસંસ્કૃતિમાં ધર્મનું સ્થાન ઘણું જ મહત્ત્વનું બની રહે છે. આદિ માનવમાં કે ગમે તેવી પછાત જાતિમાં જેમ ધર્મભાવના જોવા મળે છે તેમ સાંસ્કૃતિક દૃષ્ટિએ ખૂબ જ આગળ વધેલા માણસ કે રાષ્ટ્રમાં પણ ધર્મભાવનાની હાજરી હોય છે. ધર્મની આ સર્વવ્યાપકતાની સમજૂતી મેળવવામાં ડી. એમ. એડવર્ડ્ઝના નીચેના શબ્દો ઉપયોગી થશે : “માણસ એ માણસજાતના અભ્યાસનો સુયોગ્ય વિષય છે' એમ ઘણા જૂના વખતથી કહેવાયું છે અને તેનું વારંવાર પુનરુચ્ચારણ થતું રહ્યું છે. આ સંદર્ભમાં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે ધર્મના અભ્યાસના અભાવમાં માણસનો અભ્યાસ ક્યારેય પૂરો થતો નથી. આનું કારણ એ છે કે માણસના ઇતિહાસમાં ધર્મના કરતાં વધારે વ્યાપક, પ્રભાવક અને મહત્ત્વપૂર્ણ એવી બીજી કોઈ વસ્તુ નથી. ધર્મ અંગે માણસનો અંગત અભિપ્રાય કે તેનું અંગત વલણ ગમે તે હોય, પરંતુ ધર્મ એ માનવજીવનનું સૌથી વધારે અગત્યનું અને પ્રભાવશાળી પાસે છે એ વાતનો કોઈ પણ માણસે સ્વીકાર કરવો જ પડે તેમ છે. ધર્મ એ ખરેખર ઘણી દષ્ટિએ જગતમાં સૌથી મોટી વસ્તુ છે. માનવઅનુભવનું સર્વગ્રાહી અવલોકન કરનાર કોઈ પણ માણસને તરત જ એ વાત જણાઈ આવે છે કે અતિશય પ્રાચીન કાળથી શરૂ કરીને અને બધા યુગો દરમિયાન ધર્મ માનવજીવન અને ઇતિહાસમાં કેન્દ્રસ્થાને રહેલો છે. ઉભવકાળે ધર્મનું સ્વરૂપ ગમે તેટલું અશિષ્ટ જણાતું હોય કે ગમે તે પ્રકારના સ્થૂળ વહેમો સાથે તેને જોડી દેવામાં આવ્યો હોય તોપણ માનવજાતિઓના ઇતિહાસમાં ધર્મની સર્વવ્યાપકતા અને કેન્દ્રીયતાનો તો નક્કર હકીકતરૂપે સ્વીકાર કરવો જ પડે તેમ છે. કોર્ટે એ વાત માન્ય રાખે છે કે એક અર્થમાં ધર્મ સમગ્ર અસ્તિત્વને આવરી લે છે અને તેથી ધર્મના ઇતિહાસમાં માનવવિકાસના સમગ્ર ઇતિહાસનું પ્રતિબિંબ પડે છે. મૅક્સ ચૂલરને અનુસરીને જો આપણે એમ કહીએ કે ધર્મનો ઇતિહાસ જ માણસજાતનો સાચો ઇતિહાસ છે તો એમાં આપણે કોઈ અતિશયોક્તિ કરતા નથી.”૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ ધર્મતત્ત્વવિચાર ધર્મ માનવજાતનો સદાનો સાથી છે એ હકીકતના સંદર્ભમાં એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે માણસનો આધ્યાત્મિક વિકાસ જેટલો વધારે તેટલી તેની ધાર્મિક ભાવના વધારે ઉદાત્ત હોય છે. કોઈ પણ માણસ કે માનવસમાજ સંપૂર્ણ ધર્મવિહોણો હોય એમ ક્યારેય બનતું જ નથી તેનું કારણ એ જ છે કે માણસને માણસ બનાવનારું તત્ત્વ ધર્મ જ છે. અર્થાત્ માણસને માણસ તરીકે જીવવું હોય તો ધર્મ તેને માટે અનિવાર્ય થઈ પડે છે. માણસના માણસપણાનું રક્ષણ ધર્મને લીધે જ થતું હોવાથી મનુસ્મૃતિ કહે છે કે “જે માણસ ધર્મનું રક્ષણ કરે છે તે માણસનું રક્ષણ ધર્મ કરે છે.” જેવી રીતે માણસના વ્યક્તિગત જીવનમાં ધર્મનું મહત્ત્વ છે તેવી જ રીતે સામાજિક જીવનમાં પણ ધર્મનો ફાળો અજોડ છે. સમાજની એક્તા અને સ્થિરતા ટકાવી રાખવામાં ધર્મનો જે ફાળો છે તેને ધ્યાનમાં રાખીને મહાભારતકારે ધર્મને પ્રજાજીવનનો આધારસ્તંભ ગણાવ્યો છે.' 2. ધાર્મિક જીવનનું વિશ્લેષણ : આપણે જોયું કે ધાર્મિક જીવન દ્વારા માણસમાં અહિંસા, સત્ય, પ્રેમ, શાંતિ વગેરે ગુણો પ્રગટે છે અને એ રીતે તે ભય અને આક્રમક્તાની વૃત્તિમાંથી છૂટે છે. ધાર્મિક જીવનનું આ ધ્યેય જ્યારે પૂરેપૂરું પાર પડે ત્યારે એમ કહી શકાય કે માણસ માણસ મટીને દેવ કે ઈશ્વર કોટિએ પહોંચી શક્યો છે. આ દૃષ્ટિએ એમ કહી શકાય કે “દૈવી તત્ત્વ', “ઈશ્વર” કે “પરમાત્મા’ની આરાધના કરવી એ ધાર્મિક જીવનનું હાર્દ છે. જો ધાર્મિક જીવન એ પરમ દૈવી તત્ત્વને પામવા માટેનું જીવન હોય તો તે મંદિરમાં જવાથી શરૂ થાય અને મંદિરની બહાર નીકળવાથી પૂરું થાય એવું હોઈ શકે નહિ. મંદિરો તો ધાર્મિક જીવન જીવવાની ચાવી બતાવનારી સંસ્થાઓ છે. ધાર્મિક જીવન તો મંદિરની અંદર તેમજ બહાર સર્વત્ર અને જીવનની પ્રત્યેક ક્ષણે જીવવાનું હોય છે. આમ, ધાર્મિક જીવન એ માણસના સમગ્ર વ્યક્તિત્વ અને વ્યવહારને આવરી લેતી વસ્તુ છે. માણસના સમગ્ર વ્યક્તિત્વને સમજવા માટે તેના 1. વિચારો, 2. લાગણીઓ અને 3. કર્મો એ ત્રણ બાબતો જાણવી જરૂરી હોય છે. આનો અર્થ એ કે જો ધર્મ માણસના સમગ્ર વ્યક્તિત્વને આવરી લેતો હોય તો તેને માણસના વિચારો, લાગણીઓ અને કર્મો એ ત્રણે સાથે સંબંધ હોવો જોઈએ. આનો અર્થ એ કે સંપૂર્ણપણે વિકસિત એવા ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરવામાં આવે તો તેમાં માણસના 1. વિચારો કે બુદ્ધિ સાથે સંબંધ રાખનારું જ્ઞાનાત્મક પાસું, 2. લાગણીઓ કે ભાવનાઓ સાથે સંબંધ રાખનારું સંવેદનાત્મક પાસું અને 3. કર્મ કે વર્તણૂક સાથે સંબંધ રાખનારું નૈતિક પાસું એ ત્રણ પાસાં જોવા મળે છે. બીજી રીતે કહીએ તો પરિપૂર્ણ ધાર્મિક જીવનમાં 1. જ્ઞાન, 2, ભક્તિ અને 3. નીતિનું અનિવાર્ય સ્થાન હોય છે. જ્ઞાન, ભક્તિ અને નીતિ વૈરાગ્ય વગર સિદ્ધ થતાં નથી. આમ, વૈરાગ્ય પણ ધાર્મિક જીવનનું એક આવશ્યક અંગ બની જાય છે. ધાર્મિક જીવનમાં જ્ઞાન, ભક્તિ, નીતિ અને Page #15 -------------------------------------------------------------------------- ________________ જગતના વિદ્યમાન ધર્મો વૈરાગ્યનું જે સ્થાન છે તેની સ્પષ્ટ સમજૂતી માટે વિશેષ વિસ્તારથી વિચાર કરવાની આવશ્યકતા છે. ધાર્મિક જીવનમાં જ્ઞાનનું સ્થાન : આપણે જોયું કે પોતાના કરતાં ચડિયાતા એવા કોઈ દૈવી તત્ત્વની આરાધના કરવી એ ધાર્મિક જીવનનું હાર્દ છે. માણસ જે તત્ત્વને ધર્મ દ્વારા પામવા મથે છે તે તત્ત્વનું સ્વરૂપ કેવું છે અને આ જગતના પદાર્થો અને પ્રાણીઓ સાથે આ તત્ત્વને શો સંબંધ છે વગેરે પ્રશ્નોના જવાબમાંથી ધર્મનો જ્ઞાનકાંડ તૈયાર થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પરમાત્મા, જીવ અને જગત (તત્ત્વત્રયી) એ ત્રણે તત્ત્વોનું સ્વરૂપ અને તેમના એકબીજા સાથેના સંબંધ અંગેની તાત્ત્વિક માન્યતાઓ એ ધાર્મિક જીવનના પાયામાં રહેલું જ્ઞાન છે. - પરમતત્ત્વનું સ્વરૂપ અને તેના જીવ અને જગતની સાથેના સંબંધનું વર્ણન વેદ, ઉપનિષદ્, ગીતા, કુરાન, બાઈબલ, ગ્રંથસાહેબ જેવા જુદા જુદા ધર્મના પવિત્ર ગ્રંથો કે શાસ્ત્રોમાં કરેલું હોય છે. બધા ધર્મના અનુયાયીઓ પોતપોતાના શાસ્ત્રગ્રંથોમાં રજૂ થયેલી જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધ અંગેની માન્યતાઓમાં શ્રદ્ધા રાખતા હોય છે. આમ એ સ્પષ્ટ થશે કે બધા ધર્મોમાં અને કોઈ પણ વ્યક્તિના ધાર્મિક જીવનમાં શ્રદ્ધાનું જે મહત્ત્વપૂર્ણ સ્થાન છે તે ધર્મના જ્ઞાનાત્મક પાસાને આભારી છે. જીવ, જગત અને દેવીતત્ત્વના સ્વરૂપ અને સંબંધ અંગેની માન્યતાઓનો ધાર્મિક માણસો શ્રદ્ધાથી સ્વીકાર કરતા હોય છે એ ખરું હોવા છતાં માણસ બુદ્ધિશીલ હોવાથી શ્રદ્ધાથી સ્વીકારવામાં આવેલી ધાર્મિક માન્યતાઓ વિષે તર્ક લડાવ્યા સિવાય રહી શકતો નથી. મનુસ્મૃતિ તો ત્યાં સુધી કહે છે કે “જે ધર્મને તર્ક (બુદ્ધિ) વડે સમજણમાં ગોઠવે તે જ એને સમજે છે, બીજો નહિ.” કુરાનમાં પણ સ્પષ્ટ ભાષામાં કહેવાયું છે કે, “આ કુરાનના પુસ્તકને અમે તારી આગળ એટલા માટે પ્રગટ કર્યું છે કે તું લોકોને અજ્ઞાનના અંધારામાંથી બહાર કાઢીને તેમને નિશ્ચિત જ્ઞાનના પ્રકાશમાં લાવી શકે.” “અમે લોકો પાસે એવો જ પયગંબર મોકલ્યો છે કે જે લોકોની બુદ્ધિમાં ઊતરે એ રીતે એમની પોતાની ભાષામાં બોધ કરે.”૭ આમ, એ સ્પષ્ટ થાય છે કે ધાર્મિક શ્રદ્ધાને બુદ્ધિગમ્ય બનાવવાના પ્રયત્નરૂપે ધાર્મિક જીવનમાં કથાશ્રવણ, સંતસમાગમ, શાસ્ત્રાભ્યાસ, જ્ઞાનગોષ્ઠિ વગેરે બાબતોને સ્થાન મળે છે અને એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે આ બધી બાબતો ધાર્મિક જીવનના જ્ઞાનાત્મક પાસાને લગતી છે. ધાર્મિક જીવનમાં ભક્તિનું સ્થાન : માણસ ધાર્મિક જીવન વડે જે દૈવીતત્ત્વને પામવા ઇચ્છે છે તેના પ્રત્યે તેને અપાર સ્નેહ હોય એ જરૂરી છે, કારણ કે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ તે વસ્તુ પ્રત્યેના સાચા અને ઊંડા સ્નેહ વગર સંભવતી નથી. સ્નેહનું બીજું નામ ભક્તિ છે. આમ, દૈવી તત્ત્વ કે આરાધ્યદેવની ભક્તિનું ધાર્મિક જીવનમાં વિશિષ્ટ સ્થાન છે અને તેથી શરણાગતિની ભાવના, પૂજા, પ્રાર્થના, ભજનભક્તિ વગેરે Page #16 -------------------------------------------------------------------------- ________________ ધર્મતત્ત્વવિચાર પ્રવૃત્તિઓ ધાર્મિક જીવનનું અનિવાર્ય અંગ બની રહે છે. આથી જ કુરાન આજ્ઞા આપે છે કે “પોતાના પાલનકર્તા અલ્લાહનું નામસ્મરણ કરો અને અન્ય સર્વ વસ્તુઓનો મોહ છોડી એનામાં જ ચિત્ત ચોંટાડો.” બાઈબલમાં પણ આજ્ઞા કરવામાં આવી છે કે “નિરંતર પ્રાર્થના કરતો રહે.”૯ ગાંધીજીએ પણ લખ્યું છે કે “પ્રાર્થના એ દરેક ધર્મનું અવિભાજ્ય અંગ છે, અને તેથી એ દરેક મનુષ્યના અને સમાજના જીવનનું પણ અવિભાજ્ય અંગ છે, હોવું જોઈએ.”૧૦ આનો અર્થ એ કે સાચા ધાર્મિક માણસનું જીવન પ્રાર્થનામય કે ઈશ્વરમય જ હોય છે. ધાર્મિક જીવનમાં ભક્તિનું એટલું બધું મહત્ત્વ છે કે એમ કહી શકાય કે જ્યાં ભક્તિ નથી ત્યાં ધર્મ હોતો જ નથી. ધાર્મિક જીવનમાં ભક્તિના સ્થાન અંગે એ મુદ્દો ખાસ નોંધપાત્ર છે કે ધર્મમાં ભક્તિની અનિવાર્યતા છે, એટલું જ નહિ ભક્તિ એ ધર્મની આગવી વિશેષતા પણ છે. અમુક માણસ ધાર્મિક ન હોય છતાં તે જ્ઞાની, નીતિમાન કે વૈરાગ્યશીલ હોઈ શકે છે, પણ ભક્ત હોઈ શકતો નથી. બીજા શબ્દોમાં પણ સંભવી શકે છે, પણ ભક્તિ તો હંમેશાં ધર્મની સાથે જોડાયેલી જ રહે છે. જે માણસ ભક્ત હોય તે ધાર્મિક હોય જ છે એમ કહેવાનો અર્થ એ છે કે સાચી ભક્તિ ક્યારેય ધર્મનાં બીજાં ત્રણ અંગ વગરની હોતી જ નથી. જે માણસ પોતાને ભક્ત કહેવડાવતો હોય અને છતાં જો તેનામાં જ્ઞાનીનાં લક્ષણો ન હોય, સદાચાર માટેનો આગ્રહ ન હોય, અને જગતના વિષયભોગ પ્રત્યે વૈરાગ્ય ન હોય તો તેના પરથી એમ કહી શકાય કે એ માણસ ભક્તિનો મર્મ પામ્યો નથી. અર્થાત એ સાચો ભક્ત નથી, કારણ કે સાચી ભક્તિ એ ધાર્મિક જીવનનું એક એવું અંગ છે કે જેની હાજરી માત્રથી જ ધાર્મિક જીવનનાં બીજાં અંગો આપોઆપ હાજર થઈ જાય છે. અખાજીની નીચેની સાખીઓમાં ભક્તિના આ મહિમાની ઝાંખી થાય છે : કબ છુ પ્રહલાદ પિંગળ પઢે ? ! કબ વ્યાકરણનામા કબીર? ! ભક્તિ ખંભ ભયે અખા ! સબ સાધુ કે પીર. !11 ધાર્મિક જીવનમાં નીતિ (સ્વધર્મનું સ્થાન : ધાર્મિક માણસ એકલો જ્ઞાની કે ભક્ત હોય એ પૂરતું નથી. તે પરોપકારી અને સદાચારી પણ હોવો જોઈએ. “મુખમેં રામ ઔર બગલમેં છૂરીના સૂત્રને અનુસરનારો માણસ ધાર્મિક જીવન જીવતો નથી પણ “ધર્મને નામે ધતિંગ' ચલાવે છે. એથી જ કુરાનમાં કહ્યું છે કે “શું તમને ખબર છે કે ધર્મને ખોટો બનાવનાર કોણ છે? એવા માણસો તો તેઓ છે કે જેઓ અનાથોને સતાવે છે અને જેઓ ગરીબોને સતાવે છે અને જેઓ ગરીબોને અન્નદાન દેવા ઉપર ભાર નથી મૂક્તા. આવા લોકો જ્યારે નમાજ પઢે છે ત્યારે તેમના ઉપર દયા છૂટે છે, કારણ કે તેઓ નમાજનો ધર્મ સમજતા નથી; તેઓ માત્ર બાહ્ય દેખાવ કરે છે ને દાનપુણ્યમાં પાછા પડે છે.”૧૨ ભાગવતમાં પણ શ્રીકૃષ્ણ કહે છે કે, “સર્વ પ્રાણીમાં Page #17 -------------------------------------------------------------------------- ________________ જગતના વિદ્યમાન ધર્મો અંતર્યામીરૂપે વાસ કરી રહેલો જે હું તેનું માણસે દાન, માન, મૈત્રી અને ભેદભાવરહિતતાની દૃષ્ટિથી પૂજન કરવું ઘટે છે.”૧૩ ધાર્મિક જીવનનો આરંભ નીતિમત્તાથી જ થવો ઘટે (માવત: પ્રથમ ધH: I) એવો મત રજૂ કરતાં બાઇબલ પણ જણાવે છે કે “જે માણસ પોતાની નજર સમક્ષ દેખાતા બાંધવો પ્રત્યે પ્રેમ નથી રાખી શક્તો તે અપ્રત્યક્ષ ઈશ્વર પ્રત્યે કેવી રીતે પ્રેમ રાખી શકશે?”૧૪ આમ, સાચી ધાર્મિકતા નીતિમત્તાથી અળગી હોતી જ નથી. - સામાજિક દૃષ્ટિએ જોતાં નીતિ કે સદાચાર એ ધર્મનું સૌથી વધારે મહત્ત્વપૂર્ણ અંગ છે. ધાર્મિક માણસ ઈશ્વર, જગત અને જીવ સંબંધી કઈ માન્યતાઓ (જ્ઞાન) ધરાવે છે અને તે ઈશ્વરની કઈ રીતે ઉપાસના (ભક્તિ) કરે છે તે પ્રશ્ન ધાર્મિક માણસના વ્યક્તિગત જીવન સાથે સંબંધ ધરાવે છે, જ્યારે તે સદાચારી છે કે નહિ એ પ્રશ્નનું સામાજિક દષ્ટિએ ઘણું મહત્ત્વ છે. ધાર્મિક જીવનમાં સદાચારના આ મહત્ત્વને ધ્યાનમાં રાખીને જ ભારતની ધર્મપરંપરામાં નીતિનિયમોનું વર્ણન કરનારાં શાસ્ત્રોને “ધર્મશાસ્ત્રો' કહેવામાં આવે છે. આ રીતે જૈન, બૌદ્ધ કે હિન્દુ ધર્મમાં જયારે ગૃહસ્થ કે સાધુએ પાળવાના નીતિનિયમોની વાત કરવામાં આવે છે ત્યારે એ નીતિનિયમોને ગૃહસ્થના કે સાધુના ધર્મો તરીકે જ ઓળખવામાં આવે છે. સદાચાર કે નીતિ એ સમગ્ર ધાર્મિક જીવન નથી પણ ધાર્મિક જીવનનું કેવળ એક અંગ જ છે. પણ આ અંગે સામાજિક દૃષ્ટિએ એટલું બધું મહત્ત્વનું છે કે ધર્મ એટલે સદાચાર અને સદાચાર એટલે ધર્મ એવું સમીકરણ આપીને ભારતીય ધર્મમીમાંસકોએ કોઈ પણ માણસ ધાર્મિક છે કે નહિ તેનો નિર્ણય કરવા માટેની એક જાહેર કે સામાજિક કસોટી રજૂ કરેલી છે. ગાંધીજીએ પણ આવી જ વાત કરી છે : “મારા પ્રયોગોમાં તો આધ્યાત્મિક એટલે નૈતિક, ધર્મ એટલે નીતિ, આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ. 15 આધુનિક ભારતના જગવિખ્યાત તત્ત્વચિંતક ડૉ. રાધાકૃષ્ણને પણ સદાચાર કે નીતિને ધાર્મિકતાની કસોટી ગણાવેલી છે. તેમના જ શબ્દોમાં કહીએ તો “ધર્મ એ કેવળ અમુક માન્યતા કે અમુક લાગણી કે અમુક કર્મકાંડ નથી, પણ પરિવર્તિત જીવન છે. માણસના ધર્મની પરીક્ષા તેની બૌદ્ધિક માન્યતાઓથી નહિ પણ તેના ચારિત્ર્યથી અને વલણથી થાય છે. માણસોને આપણે તેમની માન્યતાઓથી નહિ પણ તે માન્યતાઓના ફળથી ઓળખીએ છીએ.” ધાર્મિક જીવનમાં વૈરાગ્યનું સ્થાનઃ આપણે જોયું કે જ્ઞાન, ભક્તિ અને કર્મ કે નીતિ એ ધાર્મિક જીવનમાં આવશ્યક પાસાં છે. આ ત્રણેને સિદ્ધ કરવા માટે ઇન્દ્રિયનિગ્રહ અને મનોનિગ્રહની જરૂર પડે તે સ્વાભાવિક છે અને ગીતા કહે છે તેમ આ જાતનો નિગ્રહ વૈરાગ્યથી શક્ય બને છે. સાધકે વિષયભોગનો ત્યાગ કરવો પડે છે અને નિષ્કુળાનંદ સ્વામી કહે છે તેમ “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના.” આથી વૈરાગ્ય પણ ધાર્મિક જીવનની જરૂરિયાત બની જાય છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ધર્મતત્ત્વવિચાર અહીં વૈરાગ્યનો અર્થ સ્પષ્ટ કરવો જરૂરી છે, કારણ કે કિશોરલાલ મશરૂવાળા કહે છે તેમ “વૈરાગ્યના અર્થની બાબતમાં કેટલીક ગેરસમજ ઊભી થયેલી છે. ઘણા સાધુઓ અને ભક્તો વૈરાગ્યનો અર્થ વ્યવહાર પ્રત્યે બેદરકારી એવો કરે છે; પરંતુ બિનજવાબદારી એ વૈરાગ્યનો પર્યાય નથી. વૈરાગ્યનો સાચો અર્થ છે ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં રાગ (આસક્તિ)નો અભાવ. આમ, વૈરાગ્ય એટલે વિષયભોગમાં અનાસક્તિ. ખરી રીતે જેને દૈવીતત્ત્વમાં પ્રેમ થાય છે તેને જગતના કોઈ પણ પદાર્થની આસક્તિ રહેતી નથી. કવિ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ તો “એવી કઈ વસ્તુ છે આ ભૂમાં, જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં.” ધાર્મિક જીવનમાં જે વૈરાગ્યની આવશ્યકતા છે તે વૈરાગ્ય જગતનાં દુઃખોના કંટાળામાંથી જન્મેલો નથી હોતો, પણ પરમાત્મા અને જગતના પદાર્થોના સ્વરૂપના સાચા જ્ઞાનમાંથી જન્મેલો હોય છે. યોગસૂત્રકારે પાડેલા “અપર' અને “પર” એવા વૈરાગ્યના ભેદ સમજાવતાં જૈન વિદ્વાન ઉપાધ્યાય યશોવિજયજી લખે છે કે વિષયમાં રહેલા દોષો જોઈને થયેલો વૈરાગ્ય “અપર' છે, જ્યારે વિષયસ્વરૂપ-દર્શનજન્ય વૈરાગ્ય પર” વૈરાગ્ય છે. 17 ધાર્મિક જીવન માટે જે વૈરાગ્યની જરૂર છે તે “પર” વૈરાગ્ય છે. આ પ્રકારના વૈરાગ્યવાળો માણસ વિવેકી અને તેથી અનાસક્ત હોય છે. દુન્યવી સુખદુઃખના પ્રવાહમાં તે ભાન ભૂલીને ઘસડાતો નથી. આથી કિશોરલાલ મશરૂવાળા લખે છે કે “જે વિચારશીલ માણસ એમ જુએ કે ઘડપણ, મરણ, રોગ, પ્રિયનો વિયોગ અને અપ્રિયનો યોગ એ પાંચ વિપત્તિઓ અનિવાર્ય છે, ક્યારેય પણ એ વિપત્તિઓનો મુકાબલો કર્યા વિના છૂટકો જ નથી થતો; આમ જોઈ એવી વિપત્તિઓ આવે ત્યારે પોતાની ધીરજ ડગે નહિ એવી રીતે જે પોતાના ચિત્તને દૃઢ કરી રાખે છે, તેનામાં વૈરાગ્ય છે એમ કહી શકાય.”૧૮ વિવેક ઉપરાંત સાદાઈ, નમ્રતા, તપપ્રિયતા વગેરે ગુણો પણ વૈરાગ્યના વ્યાપક અર્થમાં સમાઈ જાય છે. આ બધા ગુણો ધાર્મિક જીવનમાં અનિવાર્ય છે અને તેથી જ પ્રત્યેક ધર્મમાં વૈરાગ્યને પોષક એવાં તપ અને સંયમપ્રધાન વ્રતોનો મહિમા સ્વીકારવામાં આવે છે. ઉપસંહાર : આ રીતે આપણે જોઈએ છીએ કે ધાર્મિક જીવન ગાળતી કોઈ પણ વ્યક્તિના જીવનમાં જ્ઞાન, ભક્તિ, સદાચાર અને વૈરાગ્ય એ ચાર અંગો પૂર્ણ રીતે વિકસેલાં હોવાં જોઈએ. જગતના મહાન ધર્મો અને ધર્માત્માઓનાં જીવન તરફ દૃષ્ટિપાત કરતાં આપણને આ સત્યની પ્રતીતિ થાય છે. ભક્ત કવિ નરસિંહ મહેતાએ “વૈષ્ણવજન'માં ગણાવેલાં વૈષ્ણવ કે ભક્તનાં લક્ષણોમાં ધર્મનાં આ ચારેય પાસાંનો ઉલ્લેખ થયેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક શ્રી સ્વામિનારાયણે (સહજાનંદ સ્વામીએ). ધાર્મિક જીવનનાં આ ચાર અંગોનું લક્ષણ આપીને તેમની વચ્ચેના સંબંધ અંગેની જે સ્પષ્ટતા કરેલી છે તે અહીં ખાસ નોંધપાત્ર છે. 19 Page #19 -------------------------------------------------------------------------- ________________ જગતના વિદ્યમાન ધર્મો જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને નીતિ એ ચારેયનો એકબીજા સાથેનો સંબંધ સમજાવતાં શ્રી સ્વામિનારાયણે લખ્યું છે કે જે ધાર્મિક માણસ જ્ઞાની હોય, એટલે કે પોતાને આત્મા કે બ્રહ્મરૂપ માનતો હોય પણ તેનામાં પરમાત્મા કે ઈશ્વર પ્રત્યે ભક્તિભાવ ન હોય તો તેને ઈશ્વર સાથેના ઘનિષ્ઠ પ્રેમસંબંધને લગતી ધન્યતાનો અને તેની સાથે સંકળાયેલા પરમ આનંદનો અનુભવ થઈ શકતો નથી. આમ, ભક્તિ વિનાની એકલી જ્ઞાનનિષ્ઠા કેવળ શુષ્ક બની જાય છે. જેવી રીતે ભક્તિના અભાવમાં એકલું જ્ઞાન ધન્યતા અને પરમ આનંદની અનુભૂતિ કરાવી શકતું નથી તેવી જ રીતે જ્ઞાનના અભાવમાં એકલી ભક્તિ પૂર્ણરૂપે પ્રગટી શકતી નથી, કારણ કે પોતે આત્મા કે બ્રહ્મસ્વરૂપ છે એવું પાકું જ્ઞાન જેને ન હોય તે ભક્ત ગમે ત્યારે દેહાભિમાનમાં ફસાઈ જઈ શકે છે અને “પાપમૂળ અભિમાન'ના ન્યાયે તે ભક્તિમાર્ગેથી ચલિત થાય છે. આમ, ભક્તિ અને જ્ઞાન બંને એકબીજાના પૂરક છે. - ભક્તિ અને જ્ઞાન એ બંનેનો વૈરાગ્ય સાથેનો સંબંધ સમજાવતાં શ્રી સ્વામિનારાયણ જણાવે છે કે જે ધાર્મિક માણસ જ્ઞાની પણ હોય અને ભક્ત પણ હોય પરંતુ જો તેનામાં જગતના સુખોપભોગમાં વૈરાગ્ય કે અનાસક્તિ ન હોય તો તે અમુક સંયોગોમાં આ સુખો પ્રત્યેની આસક્તિમાં અંધ બની જાય અને તેને પરિણામે તે પોતાના જ્ઞાનયોગ અને ભક્તિયોગ ઉભયથી ભ્રષ્ટ થાય તે તદ્દન સંભવિત છે. આમ, જ્ઞાન અને ભક્તિ એ બંનેને વૈરાગ્યની અપેક્ષા છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ ત્રણેની આવશ્યકતા સમજાવ્યા બાદ એ ત્રણેનો નીતિ સાથેનો સંબંધ સમજાવતાં શ્રી સ્વામિનારાયણે કહ્યું છે કે આ ત્રણેના પાયામાં નાતિ છે (કાવાર: પ્રથમ વર્ષ:). અર્થાત જે માણસ નીતિમાન કે સદાચારી હોય તે જ જ્ઞાની, ભક્ત કે વૈરાગ્યશીલ હોઈ શકે છે. આમ, નીતિ વગર આ ત્રણેમાંથી એકેય સિદ્ધ થતાં નથી, એ ખરું હોવા છતાં એકલી નીતિ પર્યાપ્ત નથી, કારણ કે કેવળ સદાચારનું પાલન કરવાથી માણસ લૌકિક અને નાશવંત સુખ તેમ જ શાંતિ મેળવી શકે છે પણ અલૌકિક અને શાશ્વત આનંદ તેમજ શાંતિની પ્રાપ્તિ તો સદાચારને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સાથે જોડી પૂર્ણ ધાર્મિક રીતે જીવવામાં આવે તો જ શક્ય બને છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને નીતિનાં સ્વરૂપ અને સંબંધ અંગેની ઉપર્યુક્ત સમજૂતી પરથી સ્પષ્ટ થાય છે કે ધાર્મિક જીવનનાં આ ચારે અંગોને એકબીજાની અપેક્ષા છે અને તેમાંના કોઈ એક અંગની પણ ન્યૂનતા ધાર્મિક જીવનને ઊણપવાળું કે ખામીભરેલું બનાવે છે. 3. ધર્મનું લક્ષણ આપવાના પાશ્ચાત્ય તત્ત્વચિંતકોએ કરેલા પ્રયત્નોની સમીક્ષાઃ આપણે જોયું કે ધાર્મિક જીવન કે ધર્મમાં જ્ઞાન, ભક્તિ, નીતિ અને વૈરાગ્ય એ ચારેય અંગની આવશ્યકતા છે. ધર્મનું લક્ષણ આપવાના આધુનિક વિદ્વાનોના પ્રયત્નોમાં આ ચારમાંનાં કેટલાં અંગોનો કેવી રીતે નિર્દેશ થયો છે તે જોવાનું રસપ્રદ બની રહેશે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ધર્મતત્ત્વવિચાર 3. 1. જર્મનીના સુવિખ્યાત તત્ત્વચિંતક હેગલે ધર્મનું લક્ષણ નીચે પ્રમાણે આપેલું છે : “માણસના મર્યાદિત મન (આત્મા) પાસે પોતાના અમર્યાદિત મન (આત્મા) તરીકેના સ્વભાવનું જે જ્ઞાન છે તે જ ધર્મ છે.”૨૦ વિશ્વવિખ્યાત તત્ત્વચિંતક ઈમેન્યુઅલ કૅન્ટે ધર્મનું લક્ષણ નીચે પ્રમાણે આપેલું છે : “બધાં કર્તવ્યોનો પરમાત્માની આજ્ઞાઓ તરીકે સ્વીકાર કરવામાં ધર્મ રહેલો છે.૨૧ મૅથ્ય આર્નોલ્ડ પણ કેન્ટની પેઠે જ નૈતિક સંદર્ભમાં ધર્મનો વિચાર કરીને જણાવે છે કે, “ધર્મ એટલે ઊર્મિના સંસ્પર્શવાળી નીતિમત્તા.૨૨ ક્લિઅરમાખર નામના મહાન ધર્મતત્ત્વવેત્તા ધર્મનું લક્ષણ આપતાં જણાવે છે કે, “ઈશ્વર પ્રત્યેની સંપૂર્ણ શરણાગતિની લાગણીમાં ધર્મનું હાર્દ રહેલું છે.”૨૩ આધુનિક ધર્મમીમાંસક ડી. એમ. એડવર્ડ્ઝ ધર્મનું સ્વરૂપ સમજાવતાં લખે છે કે, “ધર્મ એ માત્ર માન્યતાનો વિષય નથી, બધાં મૂલ્યોના અધિષ્ઠાનરૂપ એક અલૌકિક તત્ત્વ છે એમ માનીને બેસી રહેવાનું અહીં શક્ય જ નથી. પૂજા, પ્રાર્થના દ્વારા આ તત્ત્વની સાથે લાગણીગત સંબંધ બાંધીને તેમજ સેવાભાવનાનાં કર્મો દ્વારા આ તત્ત્વને પ્રસન્ન કરીને પોતાના સમગ્ર જીવનમાં આ અલૌકિક તત્ત્વ સાથેની એકતા અને સંવાદિતા સ્થાપવામાં ધર્મનું હાર્દ સમાયેલું છે.”૨૪ ધર્મનું લક્ષણ આપવાના પશ્ચિમના વિવિધ તત્ત્વચિંતકોએ કરેલા ઉપરના પ્રયત્નોની સમીક્ષા કરતાં એ સ્પષ્ટ થશે કે હેગલે ધર્મના જ્ઞાનાત્મક પાસા પર, કેન્ટ અને મૅન્યુ આર્નોલ્ડ ધર્મના નૈતિક પાસા પર, ક્લિઅરમાખરે ધાર્મિક જીવનના અંગરૂપ ભક્તિ પર અને ડી. એમ. એડવર્ડ્ઝ ધાર્મિક જીવન માણસના સમગ્ર વ્યક્તિત્વને આવરી લે છે એ હકીકત પર ભાર મૂકેલો છે. ધાર્મિક જીવનમાં જ્ઞાન, ભક્તિ અને નીતિનું વિશિષ્ટ સ્થાન હોવાથી એમાંનો કોઈ એક અંગને ધ્યાનમાં રાખીને ધર્મનું લક્ષણ જરૂર આપી શકાય છે. આવાં લક્ષણો ધાર્મિક જીવનના અમુક અંગનું મહત્ત્વ સમજાવે છે એ એમનો ગુણ છે પણ તેમનાથી જાણ્યે-અજાણ્યે ધાર્મિક જીવનનાં બીજાં અંગોની અવગણના થાય છે એ એમનો મોટામાં મોટો દોષ છે. આમ, એ સ્પષ્ટ થશે કે ધર્મનું લક્ષણ આપતી વખતે ધાર્મિક જીવનના એકાદ અંગનો નહિ પણ તમામ અંગોનો વિચાર કરવો એ જ વધુ ઇચ્છવાયોગ્ય છે. એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે ઉપરના બધા અભ્યાસીઓમાં કેવળ ડી. એમ. એડવર્ડ્ઝ જ ધર્મનો સર્વાગીપણે વિચાર કરીને તેનું લક્ષણ આપેલું છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ 10 જગતના વિદ્યમાન ધર્મો 4. ધર્મ અને વિજ્ઞાનનો સંબંધ આપણે જે વાતાવરણમાં જીવીએ છીએ તેમાં અનેક પ્રકારનાં તત્ત્વો છે. આપણા વાતાવરણમાં પડેલાં આ અનેકવિધ તત્ત્વોનું જ્ઞાન મેળવવાની માણસને સ્વાભાવિક રીતે જિજ્ઞાસા થાય છે. કેવળ જિજ્ઞાસાના સંતોષ ખાતર જ નહિ, પણ ઉપયોગિતાની દૃષ્ટિએ પણ આ બધાનું જ્ઞાન મેળવવાનો માણસ પ્રયત્ન કરે છે. આમ, જગતના અનેકવિધ પદાર્થના સ્વરૂપના જ્ઞાનની જિજ્ઞાસા તેમજ ઉપયોગિતાને લીધે જુદાં જુદાં વિજ્ઞાનો અસ્તિત્વમાં આવે છે. વિજ્ઞાનના સ્વરૂપ અંગે નીચેનો મુદ્દો ખાસ નોંધપાત્ર છે. કોઈ પણ એક વિજ્ઞાન બીજા વિજ્ઞાનથી અભ્યાસવિષયની બાબતમાં જુદું પડે છે પણ બધાં વિજ્ઞાનો અભ્યાસની પદ્ધતિની બાબતમાં એકસરખું વલણ ધરાવે છે, એટલે કે બધાં વિજ્ઞાનોમાં જ્ઞાનની સામગ્રી એકઠી કરવા માટે તેમજ અમુક સિદ્ધાંત સત્ય છે કે અસત્ય. એ નક્કી કરવા માટે નિરીક્ષણ અને પ્રયોગની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આમ, એ સ્પષ્ટ થશે કે જે બાબતનું પંચજ્ઞાનેન્દ્રિયો દ્વારા નિરીક્ષણ થઈ શકે નહિ તેનો વિજ્ઞાનમાં અભ્યાસ થઈ શકે નહિ. દા.ત., ઈશ્વર કે આત્માનું વિજ્ઞાન હોઈ શકે નહિ, કારણ કે ઈશ્વર કે આત્માને ઇન્દ્રિયો વડે જોઈ શકાતા નથી. જેનું ઇન્દ્રિયો વડે નિરીક્ષણ થઈ શકે તેનો જ અભ્યાસ કરવો એવી વિજ્ઞાન માત્રની પદ્ધતિગત પ્રતિજ્ઞા છે. ધર્મ અને વિજ્ઞાનના સંબંધ અંગે એક જ વાક્યમાં કહેવું હોય તો એમ કહી શકાય કે વિજ્ઞાન અને ધર્મ એકબીજાથી જુદાં જરૂર છે, પણ તેમની વચ્ચે એકબીજાના વિરોધી હોવાનો નહિ પણ એકબીજાના પૂરક હોવાનો સંબંધ છે. નીચેના મુદ્દાઓ પરથી આ હકીકતની સ્પષ્ટતા થશે : 1. કેટલીક વાર એવો મત રજૂ કરવામાં આવે છે કે ધર્મ અને વિજ્ઞાન એકબીજાનાં વિરોધી છે. વિજ્ઞાનને આધુનિક યુગમાં જે સિદ્ધિ મળેલી છે અને તેને લીધે તેની જે પ્રતિષ્ઠા છે તેને કારણે કેટલાક લોકો ધર્મ શું છે એ જાણ્યા સિવાય ધર્મથી વિમુખ બનતા જાય છે, તો કેટલાક લોકો પોતાના ખાનગી જીવનમાં ધર્મનું પાલન કરે છે પણ જાહેર જીવનમાં તેનો ઉલ્લેખ કરતાં સંકોચ કે શરમ અનુભવે છે. આમ, ધર્મ અને વિજ્ઞાન વચ્ચે વિરોધ છે એ મતની માણસના વ્યક્તિગત અને સામાજિક જીવન પર ઘણી જોરદાર અસર પડે છે અને તેથી એ મતની અસ્વીકાર્યતા સ્પષ્ટ કરવાનું કારણ આપણા માટે ખાસ જરૂરી બને છે. ધર્મ અને વિજ્ઞાન વચ્ચે વિરોધ છે એ મત રજૂ કરનારાઓ એ ભૂલી જાય છે કે ધર્મ અને વિજ્ઞાન એ બંનેનાં કાર્યક્ષેત્ર અને પદ્ધતિ એકબીજાથી ભિન્ન છે અને તેથી તેમની વચ્ચે વિરોધ થવાની ખરી રીતે તો કોઈ સંભાવના જ નથી. ધર્મ એ વ્યક્તિએ પોતે પોતાની આધ્યાત્મિક ઉન્નતિ માટે જીવવાનો જીવન-માર્ગ છે, જ્યારે વિજ્ઞાન એ આ જગતના કોઈ ઇન્દ્રિયગમ્ય વિષયનું નિરીક્ષણ અને પ્રયોગની પદ્ધતિથી Page #22 -------------------------------------------------------------------------- ________________ 11 ધર્મતત્ત્વવિચાર મેળવેલું જ્ઞાન છે. વિજ્ઞાન દ્વારા કુદરતના જે નિયમોનું આપણને જ્ઞાન મળે તેનો ધાર્મિક માણસના જીવનમાં ઉપયોગ થઈ શકે છે. એ જ રીતે કોઈ પણ વિજ્ઞાની પોતાનું વૈજ્ઞાનિક સંશોધન ચાલુ રાખીને ધાર્મિક જીવન જીવી શકે છે. દા.ત., આ યુગના સૌથી વધારે સમર્થ વિજ્ઞાની આઈન્સ્ટાઈન જીવન પ્રત્યેના આધ્યાત્મિક દૃષ્ટિકોણમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા હતા અને તે પ્રમાણે જીવન જીવતા હતા. આમ, એ સ્પષ્ટ થાય છે કે વિજ્ઞાન અને ધર્મ વચ્ચે વિરોધ છે એમ કહેનારા લોકો કાં તો 1. ધર્મ શું છે અને વિજ્ઞાન શું છે તે જ જાણતા નથી અને તેથી તેમની વાત કેવળ ગેરસમજ પર રચાયેલી હોઈ, કાઢી નાખવા જેવી છે, અથવા 2. ધર્મ અને વિજ્ઞાનના સાચા સ્વરૂપને જાણવા છતાં તેમની વચ્ચેના વિરોધના અર્થહીન વાતો કરે છે અને કયો બુદ્ધિમાન માણસ અર્થહીન વાતોને માનવા તૈયાર થાય છે ? ધર્મ અને વિજ્ઞાન વચ્ચેના વિરોધની વાતો કેવળ અર્થશૂન્ય છે એ મુદ્દાની સમજૂતી આપતાં ડી. એમ. એડવર્ડ્ઝ યથાર્થ કહે છે કે “ગુણાકારદર્શક કોઠો અને પ્રેમમાં પડવું” નામની ઘટના વચ્ચે વિરોધ છે, એમ કહેવામાં જેટલો અર્થ છે તેનાથી વધારે અર્થ “ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનો વિરોધ” એ શબ્દોમાં નથી.”૨૫ 2. વિજ્ઞાન અને ધર્મ એ બંને માનવસંસ્કૃતિનાં એકબીજાથી જુદાં એવાં તત્ત્વો છે, અને તેઓ એકબીજાનાં વિરોધી તો નથી જ પણ તેથી ઊલટું એકબીજાના પૂરક છે. વિજ્ઞાન દ્વારા આપણે આ જગતના નિરીક્ષણક્ષમ પદાર્થોનું જ જ્ઞાન મેળવીએ છીએ. આ પદાર્થોના તેમજ માનવજીવનના મૂલ્યનું જ્ઞાન વિજ્ઞાન દ્વારા સાંપડી શકતું નથી. જગત તેમજ માનવજીવનના મૂલ્ય કે હેતુને લગતું આધ્યાત્મિક જ્ઞાન ધર્મ દ્વારા જ મળી શકે છે. જેવી રીતે માનવજીવનને સગવડ ભરેલું બનાવવા માટે કુદરતના નિયમોનું જ્ઞાન જરૂરી છે તેવી જ રીતે માનવજીવનને હેતુપૂર્ણ બનાવવા માટે આધ્યાત્મિક જ્ઞાન પણ જરૂરી છે. આમ, વિજ્ઞાન અને ધર્મ બંને એકબીજાના કાર્યનાં પૂરક બનીને માનવસંસ્કૃતિમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે, અને તેથી તેમાંના કોઈ પણ એકનું અવમૂલ્યન થાય તો તેથી માનવસંસ્કૃતિને ન પુરાય તેવી ખોટ પડે છે. ઉં. જ. સાંડેસરાએ યથાર્થ કહ્યું છે કે “જો વિજ્ઞાન એ ભૌતિક પદાર્થો મારફતે “સત્ય” શોધવાનું કાર્ય કરે છે અને “ધર્મ' જો વિશ્વને ધારણ કરવાનો નિયમ છે તો એ બંને વચ્ચે ક્યાંય વિરોધ હોય એ સંભવિત નથી. તેથી વિજ્ઞાન હંમેશાં “ધર્મ સમજવાનું સહાયકારી પ્રબળ શાસ્ત્ર છે એ રીતે લેવાવું જોઈએ. વિજ્ઞાનના દુરુપયોગથી એચ. બોમ્બ બનાવનારી શોધક બુદ્ધિ પૃથ્વી ઉપરથી ચેતન જીવોને સમૂળગા ઉખાડી શકે છે પણ જો એ જ શોધક બુદ્ધિ ધર્મના ભાનથી “ધર્મને વિશેષ સમજવા માટે પ્રવૃત્તિ કરે તો ચેતન જીવોને સુખી તથા સમૃદ્ધ કરવામાં મહત્ત્વનો ફાળો આપી શકે અને સત્ય-શોધનનું કાર્ય ચડિયાતું, અવરોધવિહીન અને કલ્યાણપ્રદ થાય.”૨૬ Page #23 -------------------------------------------------------------------------- ________________ 12. જગતના વિદ્યમાન ધર્મો વર્તમાન સમાજમાં વિજ્ઞાનનું મૂલ્ય તો સ્વીકારાયું જ છે પણ ધર્મના મૂલ્ય અંગે જાતજાતની શંકાઓ પ્રકટ કરવામાં આવે છે. તેને જ પરિણામે માનવસંસ્કૃતિનું ભાવિ જોખમમાં મૂકાઈ ગયું છે. ધર્મ પ્રત્યેની ઉદાસીનતા એ આધુનિક માનવસમાજની મોટામાં મોટી નબળાઈ છે અને ધર્મના મૂલ્યની પુનઃસ્થાપના એ જ સમગ્ર માનવજાતનો સંહાર કરી શકનારા આગામી વિશ્વયુદ્ધથી ઉગરવાનો માર્ગ છે એ મુદ્દાની છણાવટ કરતાં ડૉ. રાધાકૃષ્ણન્ લખે છે કે, “આપણા યુગમાં જો કોઈ જરૂરી તત્ત્વ ગેરહાજર હોય તો તે આત્મા છે. શરીરને કોઈ બીમારી નથી. આપણે આધ્યાત્મિક બીમારીથી પીડાઈએ છીએ. શાશ્વત તત્ત્વમાં રહેલા આપણા મૂળને આપણે શોધી કાઢવું જોઈએ અને અલૌકિક સત્ય અંગેની શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરવી જોઈએ. જો આમ થશે તો જ આપણા જીવનમાં વ્યવસ્થિતતા આવશે અને વિસંવાદી પરિબળોમાં શિસ્તબદ્ધ એકતા અને હેતુલક્ષિતા આવશે; નહિ તો જ્યારે પૂર આવશે અને પવન ફૂંકાશે અને આપણા ઘરને ફટકો પડશે ત્યારે તે પડી ભાંગશે.”૨૭ સંક્ષેપમાં “જો આપણે દુનિયાને બચાવી લેવા માગતા હોઈએ તો આપણે ધર્મભાવનાનો પુનરુદ્ધાર કરવો પડશે.”૨૮ 5. ધર્મ અને સમાજ: કોઈ પણ માનવ સમાજ ત્યારે જ ટકી શકે કે જ્યારે તેનો પ્રત્યેક સભ્ય પોતાનાં કર્તવ્યોનું પાલન કરતો હોય. જે સમાજમાં વિદ્યાર્થી વિદ્યાભ્યાસ કરતો ન હોય, શિક્ષક વિદ્યાવ્યાસંગી ન હોય, માતાપિતા સંતાનોના સંસ્કારસિંચનની ચિંતા કરતાં ન હોય, સંતાનો માબાપની આમન્યા રાખતાં ન હોય, વેપારીઓ કેવળ નફાખોરી જ કરતા હોય, વકીલો ગુનેગારોને છટકબારી શોધી આપતા હોય, નેતાઓ દેશનું હિત વિચારવાને બદલે પોતપોતાના અંગત સ્વાર્થ સાધતા હોય, નોકરિયાતો લાંચ લેતા હોય, વગેરે....વગેરે.. હોય તે સમાજનું તંત્ર તૂટી ગયા વગર રહેતું જ નથી. આમ, એ સ્પષ્ટ થાય છે કે કોઈ પણ સમાજની એકતા, સ્થિરતા અને વિકાસ તેના સભ્યોની કર્તવ્યભાવના કે નીતિ પર ખૂબ આધાર રાખે છે. ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરતી વખતે આપણે જોઈ ગયાં કે કર્તવ્યભાવના કે નીતિ એ ધાર્મિક જીવનનું ઘણું જ મહત્ત્વનું અંગ છે. ધર્મમાં નહિ માનનારો માણસ ક્યારેક નીતિમાંથી ડગી જઈ શકે છે પણ સાચો ધાર્મિક માણસ તો જાહેરમાં કે ખાનગીમાં કોઈ સ્થળે કે કોઈ કાળે નીતિનો ત્યાગ કરતો જ નથી. નીતિને હંમેશાં વળગી રહેવા માટે બે બાબતો ખાસ જરૂરી છે : 1. પોતાનું શું કર્તવ્ય છે તેનું જ્ઞાન અને 2. પોતાના કર્તવ્યને દઢપણે વળગી રહેવાનું નૈતિક બળ. આ બંને બાબતો માણસને ધર્મમાંથી મળી રહે છે અને તેથી એમ કહી શકાય કે ધર્મ નીતિનો આગ્રહ રાખે છે. એટલું જ નહિ તે નીતિનો સંગીન પાયો પણ પૂરો પાડે છે. આ મુદ્દાની સ્પષ્ટતા ડૉ. રાધાકૃષ્ણના આ શબ્દોમાંથી મળી રહે છે : “ધર્મ જે ઊંચામાં ઊંચી કોટિનું જીવન ગાળવાનો ઉપદેશ કરે છે તે તો ઈશ્વર વિશેની સાચી આસ્તિકતામાંથી Page #24 -------------------------------------------------------------------------- ________________ ધર્મતત્ત્વવિચાર 13 આપોઆપ ફલિત થાય છે; ઈશ્વરની હસ્તી વિશે માણસમાં સાચી શ્રદ્ધા હોય તો એવું જીવન ગાળ્યા વિના એનો છૂટકો જ ન થાય. મનુષ્યના અંતરમાં વસતો પરમાત્મા એ જો પરમ સત્ય હોય, તો એ અંતર્યામીની આજ્ઞાને અનુસરીને કરેલું આચરણ તો આદર્શ આચરણ કહેવાય.” આ આદર્શને અનુસરનારો “મનુષ્ય ત્યાગ, નમ્રતા, બંધુપ્રેમ અને વિશુદ્ધિની મૂર્તિરૂપ હશે. આત્મબળ વડે ઇન્દ્રિયો પર જય મેળવવાથી દ્વેષનાં વાદળ અને વાસનાનાં ધુમ્મસ ઓસરી જાય છે. એટલે એવો જિતેન્દ્રિય પુરુષ ભારે સંકટની ઘડીએ સંપૂર્ણપણે શાન્ત અને સ્વસ્થ રહેશે. ગમે તેવાં અંગત દુ:ખ કે પ્રજાકીય આફત આવી પડે તોયે તે હેબતાઈ દિમૂઢ નહિ બને. તેની પાસે આત્માની શાંતિ, અડગ હૃદય અને દીર્ઘદર્શી આંખ હશે, એટલે તે યોગ્ય સમયે યોગ્ય રીતે જ વર્તશે. તે કોઈ એક યા બીજા દેશનો પ્રજાજન નહિ હોય, પણ સાચા અર્થમાં જગતનો નાગરિક હશે, વસુધાને કુટુંબ માનનારો હશે. તેના જીવનમાં આનંદ અને પ્રેમના આદર્શવાળો સત્ત્વગુણ એ સત્તાની ઝંખના ને ગર્વવાળા રજોગુણ તથા મોહ અને જડતા ઉપજાવનાર તમોગુણ પર પ્રાધાન્ય ભોગવે છે.”૨૯ આમ, 1. નીતિ એ સમાજજીવનનો પાયો છે અને 2. ધર્મ નીતિ માટેનો જોરદાર આગ્રહ રાખે છે અને તે માટેનો દઢ પાયો પૂરો પાડે છે-એ બે બાબતો પરથી એમ સ્પષ્ટ થાય છે કે સમાજને તંદુરસ્ત અને પ્રગતિશીલ રાખવામાં ધર્મનો ઘણો મોટો હિસ્સો છે. ધર્મ શબ્દનો અર્થ આ જ હકીકત સ્પષ્ટ કરે છે. ધર્મ શબ્દ મૂળ " (ધારણ કરવું) ધાતુ પરથી આવેલો છે. આથી જ મહાભારતકાર કહે છે કે, “ધર્મ ધારણ કરે છે-ટકાવી રાખે છે તેને લીધે જ તેને “ધર્મ' નામ અપાયું છે. જગતની પ્રજાને ધર્મ જ ટકાવી રાખેલી છે.”૩૦. ધર્મ માટે વપરાતો અંગ્રેજી શબ્દ “રિલિજિયન’ પણ લેટિન શબ્દો "Re' અને “Legere'માંથી આવેલો છે, જેનો અર્થ થાય છે “ફરી બાંધવું. આને અનુલક્ષીને ડૉ. રાધાકૃષ્ણને યથાર્થ કહ્યું છે કે “ધર્મનો શબ્દાર્થ જ એમ સૂચવે છે કે ધર્મ એ માનવસમાજની વ્યવસ્થાને સુદઢ બનાવનારું અને માનવસમાજની એક્તાને જાળવી રાખનારું પરિબળ હોવું ઘટે.”૩૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ 14 જગતના વિદ્યમાન ધર્મો સંદર્ભસૂચિ જે છે 1. મહિાર નિદ્રામ,મૈથુન 2 સામચિતત્ પશુધર્નરમ્ | धर्मो हि तेषां अधिको विशेष: धर्मेण हीना पशुभिः समानाः / / મ. જો . પટેલ, ગાંધીજીનું ધર્મદર્શન, પૃ. 165 3. D. M. Edwards, The Philosophy of Religion, P. 4. મનુસ્મૃતિ, 8 : 15 5. મહાભારત, કર્ણપર્વ, 69 : 59 6. મનુસ્મૃતિ, 12 : 106 કુરાન, 14.1 અને 14.4 (વિશેષ વિગત માટે જુઓ : The Great Asian Religions, An Anthology, P. 320-22) 8. કુરાન, મુજમ્મિલ-૮ બાઇબલ, થેસ્સલોનિકીઓને પહેલો પત્ર, પ-૧૭ 10. ગાંધીજી, ધર્મમંથન, પૃ. 211 11. સંગ્રહકાર, સંશોધક અને પ્રકાશક, શ્રી ભગવાનજી મહારાજ અને કેશવલાલ અંબાલાલ ઠક્કર, શ્રી અખાજીની સાખીઓ, પૃ. 113 12. કુરાન, 100-1 થી 7 13. ભાગવત, 3:29:27 બાઇબલ, યોહાનનો પહેલો પત્ર, 4-20 15. ગાંધીજી, ધર્મમંથન, પૃ. 6 16. Radhakrishnan, The Report of University Education Commision, Vol. I, P. 295 17. પંડિત સુખલાલજી (સંપાદક), યોગદર્શન તથા યોગત્રિશિકા, પૃ. 94 18. કિશોરલાલ ઘ. મશરૂવાળા, જીવનશોધન (પાંચમી આવૃત્તિ), પૃ. 177 19. શ્રી સ્વામિનારાયણ, વચનામૃત, ગઢડા પ્રથમ પ્રકરણ : 19 20. D. M. Edwards, The Philosophy of Religion, P. 138-39 29. Kant, Critique of Practical Reason, (Translated by Abbott) P. 22EUR 14. Page #26 -------------------------------------------------------------------------- ________________ ધર્મતત્ત્વવિચાર 15 22. Matthew Arnold, Literature and Dogma, P. 88EUR 23. Caldecott and Mackintosh, Selections from the Literature of Theism (1904), P. 256-3/4 24. D. M. Edwards, The Philosophy of Religion, P. 154-55 25. એજન, પૃ. 175 26. ઉ. જ. સાંડેસરા, ભારતરત્ન (બીજી આવૃત્તિ), પૃ. 597-98 20. Radhakrishnan, Religion and Society, P. 28 26. Radhakrishnan, Religion in a changing world, P. 4EUR 29. રાધાકૃષ્ણનું, હિન્દુ ધર્મ (અનુવાદક ચં. પ્રા. શુક્લ), પૃ. 49-50 30. મહાભારત, કર્ણપર્વ, 69 : 59 39. Radhakrishnan, Religion in a changing world, P. 82-83 Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ધર્મોના અભ્યાસ પ્રત્યેનો અભિગમ - જયેન્દ્રકુમાર યાજ્ઞિક 1. ધર્મનું એકત્વ અને ધર્મોની અનેકતા પહેલા પ્રકરણમાં ધર્મ કે ધાર્મિક જીવન અંગે આપણે જે વિચાર કર્યો તે હિન્દુ ધર્મ, ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, શીખ ધર્મ કે જરથોસ્તી ધર્મને લગતો ન હતો પણ કોઈ પણ ધર્મમાં જોવા મળતા ધર્મના સર્વસામાન્ય સ્વરૂપને લગતો હતો. ધર્મનું મૂળતત્ત્વ કે સ્વરૂપ એક હોવા છતાં જગતમાં ફક્ત એક જ ધર્મ નથી. પૃથ્વી પરના જુદા જુદા દેશો, માનવઇતિહાસના જુદા જુદા યુગો, અને માનવસ્વભાવના જુદા જુદા અંશોને કારણે ધર્મનું મૂળતત્ત્વ એક હોવા છતાં અનેક ધર્મો અને એ ધર્મોના પણ વિવિધ પંથો અને પેટાપંથો અસ્તિત્વમાં આવે છે. આ રીતે ઉદ્ભવતા જુદા જુદા “પંથો” કે “અનુગમોમાં જુદા જુદા ધર્મો' તરીકે ઓળખાય છે અને તેથી જ એમ કહેવાય છે કે “ધર્મ એક છે પણ ધર્મો અનેક છે.” ધર્મ એક છે પણ ધર્મો અનેક છે” એ કથનનો અર્થ સ્પષ્ટ કરવા માટે આપણે કેટલાંક ઉદાહરણો લઈશું. બીજી રીતે કહીએ તો, 1. જ્ઞાન, 2. ભક્તિ, 3. નીતિ અને 4. વૈરાગ્ય- એ ધાર્મિક જીવનનાં ચાર અંગોને અનુલક્ષીને એકનો એક ધર્મ અનેક રૂપો કઈ રીતે ધારણ કરે છે તે દર્શાવવાનો આપણે અનુક્રમે યત્ન કરીશું. 1. આપણે જોઈ ગયાં કે દરેક ધર્મના જ્ઞાનકાંડમાં પરમતત્ત્વનું સ્વરૂપ અને તેના જીવ અને જગત સાથેના સંબંધ અંગેની માન્યતાઓનો સમાવેશ થતો હોય છે. પરમતત્ત્વનું સ્વરૂપ અને તેના જીવ અને જગત સાથેના સંબંધ અંગે અનેક પ્રશ્નો ઉદ્દભવે છે, જેમાંના કેટલાક નીચે મુજબ છે : 1. પરમતત્ત્વ એક છે કે અનેક ? 2. પરમતત્ત્વમાં વ્યક્તિમાં હોય તેવા ગુણો છે કે નહિ ? અર્થાત તે સાકાર છે કે નિરાકાર ? સગુણ છે કે નિર્ગુણ ? 3. પરમતત્ત્વ આ જગતમાં અંતર્યામી છે કે તે આ જગતથી સંપૂર્ણપણે પર છે ? 4. પરમતત્ત્વ માણસના જીવ કે આત્માથી જુદું તત્ત્વ છે કે આત્મા અને પરમાત્મા એક જ છે ? Page #28 -------------------------------------------------------------------------- ________________ ધર્મોના અભ્યાસ પ્રત્યેનો અભિગમ 17 જુદા જુદા ધાર્મિક પુરુષોએ પોતપોતાના અનુભવ અને પોતાના જમાનાની જરૂરિયાતને અનુલક્ષીને ઉપરના પ્રશ્નોના જુદા જુદા જવાબો આપેલા છે. આ જવાબોની વિગતોમાં આપણે અહીં ઊતરી શકીએ તેમ નથી, પરંતુ એટલું તો ચોક્કસ સમજી શકીએ તેમ છીએ કે ઉપરના પ્રશ્નોના વિવિધ જવાબોને લીધે ધર્મના જ્ઞાનકાંડમાં વિવિધ પ્રકારની તાત્ત્વિક વિચારસરણીઓ દાખલ થાય છે અને તેને પરિણામે ધર્મ એક હોવા છતાં અનેક “પંથો પડી જાય છે અને એ રીતે ધર્મ એક હોવા છતાં અનેક ધર્મો અસ્તિત્વમાં આવે છે. 2. ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરતી વખતે આપણે જોયું કે ધર્મ દ્વારા માણસ પોતાની પ્રાણીસહજ વૃત્તિઓ પર વિજય મેળવીને દેવ કે ઈશ્વરકોટિએ પહોંચવાનો યત્ન કરે છે. આમ, દૈવીતત્ત્વ કે પરમાત્માને પામવાનો પ્રયત્ન એ ધર્મનું હાર્દ છે. દૈવીતત્ત્વ કે પરમાત્માને પામવા માટે માણસ કેટલીક વાર બાહ્ય નજરે જોઈ શકાય તેવા પદાર્થો જેવા કે વૃક્ષ, સૂર્ય, ચંદ્ર, ધાતુ કે કાષ્ઠની મૂર્તિ વગેરેનું અવલંબન લેવાનું યોગ્ય ગણે છે. આથી ઊલટું, કેટલીક વાર માણસને એમ લાગે છે કે પરમાત્માની અનુભૂતિ અને પ્રાપ્તિ તો અંતરના ઊંડાણમાં પહોંચીને જ થઈ શકે. આમ, દૈવીતત્ત્વ કે પરમાત્માને કઈ રીતે પામી શકાય એ પ્રશ્ન અંગે જુદી જુદી રુચિ અને કક્ષાના માણસો જુદી જુદી રીતે વિચારે છે. આમ, પરમાત્માને પામવાનું એક જ ધ્યેય રહેવા છતાં તેના આરાધકો કે ભક્તો જુદી જુદી પૂજનવિધિઓ અને વિવિધ સાધના પદ્ધતિઓ સ્વીકારીને જુદો જુદો “પંથ' લઈ શકે છે અને એ રીતે પણ ધર્મ એક હોવા છતાં અનેક ધર્મો શક્ય બને છે. 3. ધાર્મિક જીવનના વિશ્લેષણ દરમિયાન આપણે જોયું કે નીતિ કે સદાચાર એ ધાર્મિક જીવનનું આવશ્યક અંગ છે. ધાર્મિક માણસ સદાચારી હોવો જોઈએ એ સાર્વત્રિક અપેક્ષા છે. પણ સદાચાર શેમાં રહેલો છે એ પ્રશ્નનો ઉત્તર જુદા જુદા દેશ અને કાળની પરિસ્થિતિ પર આધાર રાખે છે. એટલે કે અહિંસા, સત્ય અસ્તેય, દયા, સમતા, પ્રેમ, શૌર્ય વગેરે શાશ્વત નૈતિક ગુણો છે. પરંતુ જે તે દેશકાળની પરિસ્થિતિને અનુસરીને આમાંના અમુક ગુણો પર અમુક ધર્મમાં વિશેષ ભાર મૂકવામાં આવે છે. દા.ત., જૈન ધર્મમાં અહિંસા પર, શીખ ધર્મમાં શૌર્ય પર અને ખ્રિસ્તી ધર્મમાં પ્રેમ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. આમ, જુદા જુદા નૈતિક ગુણો પર વિશેષ ભાર મૂકવાને લીધે પણ ધર્મમાં વિવિધતા આવે છે. અને એ રીતે પણ ધર્મ એક હોવા છતાં અનેક ધર્મો શક્ય બને છે. 4. આપણે જોઈ ગયાં કે ધાર્મિક જીવન ગાળનાર માણસ પાસેથી “દઢ વૈરાગ્ય જેના મનમાં રે'ની અપેક્ષા છે. ધાર્મિક માણસ વૈરાગ્યશીલ હોવો જોઈએ એ કાયમ માટે સત્ય એવું કથન છે. પણ તેનો વૈરાગ્ય કઈ રીતે પ્રગટ થવો જોઈએ એ પ્રશ્નનો આધાર પરિસ્થિતિ પર રહે છે. સંસાર છોડીને સાધુ બની જવામાં જેમ વૈરાગ્યની Page #29 -------------------------------------------------------------------------- ________________ 18 જગતના વિદ્યમાન ધર્મો જરૂર પડે છે તેમ નિષ્કામ ભાવે સામાજિક સેવા કરવાનું વ્રત લેવામાં પણ વૈરાગ્યની જરૂર પડે છે. એ જ રીતે વિદ્યાદાન, અન્નદાન, શ્રમદાન વગેરે વિવિધ પ્રકારનાં દાન આપવામાં ‘વણ જોતું નહિ સંઘરવું'નો નિયમ લેવામાં, સાદું સંયમી જીવન જીવવામાં પણ વૈરાગ્યની જરૂર પડે છે. આમ, વૈરાગ્યની ભાવના એકની એક રહેવા છતાં તે અનેક રીતે વ્યક્ત થઈ શકે છે અને તેથી જુદી જુદી સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જુદા જુદા ધર્મમાં વૈરાગ્યનો વિચાર જુદી જુદી રીતે કરવામાં આવે તે શક્ય અને આવશ્યક પણ છે. આને કારણે પણ ધર્મ એક હોવા છતાં અનેક ધર્મો શક્ય બને છે. ધર્મ એક છે પણ ધર્મો અનેક છે' એ કથનને સ્પષ્ટ કરતી ઉપર્યુક્ત સમજૂતી પરથી જણાશે કે આ કથનનો અર્થ એ છે કે તાત્ત્વિક દૃષ્ટિએ ધર્મનું સ્વરૂપ એકસરખું છે પણ ભૌગોલિક તેમજ. ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં આપણને જગતમાં અનેક ધર્મો જોવા મળે છે. ડૉ. રાધાકૃષ્ણના શબ્દોમાં કહીએ તો, “ભિન્ન ભિન્ન ધર્મો એ નિરાકાર સત્યનાં ઐતિહાસિક સાકાર રૂપો છે. મૂળ સંપત્તિ એક અને અવિભાજ્ય છે; પણ જે માટીના વાસણમાં તે ભરેલી છે તે વાસણ તેના સમય અને સંજોગોના આકાર અને રંગ ધારણ કરે છે.” આમ, આપણે જોઈએ છીએ કે જગતમાં અનેક ધર્મો છે. આ અનેક ધર્મોમાંના પ્રત્યેક વિદ્યમાન ધર્મનો અભ્યાસ થવો ઘટે છે, અને તેથી ધર્મની તાત્ત્વિક એકતાને ભૂલ્યા સિવાય જગતમાં વર્તમાનકાળે વિદ્યમાન એવા ધર્મોનો વિગતવાર પરિચય મેળવવાનો આપણે પ્રયત્ન કરીશું. 2. જગતના વિદ્યમાન ધર્મોનું ઐતિહાસિક અને ભૌગોલિક દૃષ્ટિએ વર્ગીકરણઃ માનવસંસ્કૃતિના ઈતિહાસ પર નજર નાખતાં એ સ્પષ્ટ થાય છે કે આજ સુધીમાં જગતમાં જેટલા ધર્મો અસ્તિત્વમાં આવ્યા તેમાંના બધા આજે વિદ્યમાન નથી. એક કાળે વિકસેલા બારેક જેટલા ધર્મોએ દુનિયાનો તખ્તો છોડી દીધો છે. દા.ત., પ્રાચીન ઇજિપ્તનો ધર્મ, પ્રાચીન મેક્સિકો અને પેરૂના ધર્મો, પ્રાચીન બેબિલોનિયાનો ધર્મ, ગ્રીસ અને રોમના ધર્મો અને યુરોપના ટ્યુટોનિક લોકોનો ધર્મ. જગતના મુખ્ય વિદ્યમાન ધર્મોની સંખ્યા અગિયારની છે. આ અગિયાર ધર્મોનાં નામ તેમજ તેમના સ્થાપક (જો હોય તો), ઉદ્ભવકાળ અને ઉદ્દભવસ્થાનની માહિતી નીચેના કોઠા પરથી મળી રહેશે : Page #30 -------------------------------------------------------------------------- ________________ ધર્મોના અભ્યાસ પ્રત્યેનો અભિગમ 19 નામ ક્રમ ઉદ્ભવકાળને સ્થાપક ઉભવકાળ ઉદ્ભવસ્થાન અનુલક્ષીને (સ્થાપક હોય નક્કી થતો ત્યાં સ્થાપકનો જન્મકાળ) હિન્દુ ધર્મ કઈ મનુષ્ય નહીં! ઈ.સ. પૂર્વે ભારત (અપૌરુષેય) | ૩૦૦૦થી પણ પ્રાચીન 2 | યહૂદી ધર્મ પયગમ્બર મોઝીઝ ઈ.સ. પૂર્વે ૧૨જી|પશ્ચિમ એશિયા શિન્જો ધર્મ | કોઈ નહિ |ઈ.સ૬૬૦| જાપાન જરથોસ્તી ધર્મ અષો જરથુસ્ત | ઈ.સ. પૂર્વે 660| ઈરાન તાઓ ધર્મ | લાઓ7 | ઈ.સ. પૂર્વે 60| ચીન | જૈન ધર્મ મહાવીર સ્વામી ઈિ.સ. પૂર્વે પ૯૯૫ ભારત બૌદ્ધ ધર્મ | ગૌતમ બુદ્ધ |ઈ.સ.પ૬૩| ભારત કર્યુશ્યસ ધર્મ કર્યુશિયસ (ઈ.સ.પૂર્વે 551 | ચીન | ખ્રિસ્તી ધર્મ ઈસુ ખ્રિસ્ત | ઈ.સ.નો પ્રારંભ પશ્ચિમ એશિયા કાળ 10 ઇસ્લામ ધર્મ મહમ્મદ | ઈ.સ. પ૭૧ | અરબસ્તાન પયગમ્બર | શીખ ધર્મ | ગુરુ નાનક | ઈ.સ. 1469 | ભારત 11 1. ઉપર આપેલા કોઠાનું નિરીક્ષણ કરતાં નીચેના મુદ્દાઓ સ્પષ્ટ થશે: જગતના તમામ વિદ્યમાન ધર્મોનો ઉદ્ભવ એશિયા ખંડમાંના વિવિધ દેશોમાં જ થયેલો છે. જોકે એશિયા ખંડમાં ઉદ્દભવેલા ધર્મો યુરોપ, અમેરિકા, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયામાં બહોળો પ્રસાર જરૂર પામેલા છે પણ આ ખંડોમાં તેમનો ઉદ્ભવ થયેલો નથી. જગતના અગિયાર વિદ્યમાન ધર્મોમાં સૌથી વધારે પ્રાચીન હિન્દુ ધર્મ છે અને શીખ ધર્મ સૌથી વધારે અર્વાચીન છે. આ બંને ધર્મોનો ઉદ્દભવ ભારતમાં જ થયો છે. આ હકીક્ત ભારતની સદાજીવંત ધર્મપ્રણાલીની સાક્ષી પૂરે છે. 2. Page #31 -------------------------------------------------------------------------- ________________ જગતના વિદ્યમાન ધર્મો 3. હિન્દુ ધર્મ અને શીખ ધર્મ ઉપરાંત બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ ભારતમાં જ જન્મ થયેલો છે. ભારત સિવાયનો કોઈ પણ દેશ આટલી સંખ્યાના વિદ્યમાન ધર્મોનું ઉદ્ભવસ્થાન નથી. ઉપરના મુદ્દા નં. 2 અને ૩માં જણાવેલી હકીકતોથી પણ વધારે ગૌરવપ્રદ હકીકત તો એ છે કે ચીન અને જાપાનના ત્રણ ધર્મો - 1. તાઓ ધર્મ, 2. કફ્યુશિયસ ધર્મ અને 3. શિન્જો ધર્મ - બાદ કરતાં બાકીના આઠ વિદ્યામાન ધર્મોના સંખ્યાબંધ અનુયાયીઓ વર્તમાન ભારતમાં એકસાથે વસે છે. આ બધા ધર્મોની પરંપરાને સરખું રક્ષણ મળી રહે તેવી ભારતના રાજ્યબંધારણમાં જોગવાઈ છે. આના પરથી એ સ્પષ્ટ થશે કે ભારતનું રાજ્ય બિનસાંપ્રદાયિક છે એમ કહેવાનો અર્થ એ નથી કે ભારત સરકારને ધર્મની પડી નથી. ભારતનું રાજયબંધારણ બિનસાંપ્રદાયિક છે એમ કહેવાનો ખરો અર્થ એ છે કે ગાંધીજીએ ઉપદેશેલી સર્વધર્મસમભાવની ભાવનાને અનુસરીને તેમાં સર્વ ધર્મ પ્રત્યે સરખા આદરનો સિદ્ધાંત સ્વીકારાયેલો છે અને તેથી કોઈ એક ધર્મ પ્રત્યેના ખોટા પક્ષપાતને તેમાં સ્થાન નથી. 3. લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને ધર્મ : ભારતના લોકશાહી અને બિનસાંપ્રદાયિક રાજયમાં ધર્મનું જે સ્થાન છે તેની સ્પષ્ટતા કરીને ડૉ. રાધાકૃષ્ણને યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન'ના રિપોર્ટમાં ધર્મના શિક્ષણની ખાસ હિમાયત કરી છે. આ રિપોર્ટમાં તેઓ લખે છે કે, “કોમી તંગદિલી માટે ધર્મ પોતે જવાબદાર નથી પણ ધર્મની સાથે જોડી દેવામાં આવતાં અજ્ઞાન અને જડ એવી અસહિષ્ણુતા અને સ્વાર્થભાવના જ આ માટે જવાબદાર છે. સ્વાર્થી માણસો, સ્વાર્થી તકવાદને અનુસરીને પોતાની મેલી મુરાદો બર લાવવા ધર્મનો ઉપયોગ કરે છે.” આ રીતે થયેલા “ધર્મના દુરુપયોગને પરિણામે બિનસાંપ્રદાયિક રાજ્યનો ખ્યાલ સ્વીકારાયો છે. આનો અર્થ એ નથી કે કોઈ પણ વસ્તુ પવિત્ર કે આદરભાવને યોગ્ય નથી. બિનસાંપ્રદાયિક રાજ્ય એમ નથી કહેતું કે આપણી બધી પ્રવૃત્તિઓ અધાર્મિક અને સ્વાર્થસિદ્ધિના અનૈતિક આદર્શની ઉપાસના કરનારી હોય.....આવા સ્વાર્થી અને અધાર્મિક વલણનો અર્થ તો એવો થાય કે આપણે આપણા “સ્વભાવથી જ વિરુદ્ધ જવાની વાત કરીએ છીએ અને આપણો “સ્વધર્મ કે જેમાં આપણી વિશિષ્ટ શક્તિ પ્રગટ થાય છે તેને ત્યજી દેવા તૈયાર થઈએ છીએ. આપણું રાજ્ય કોઈ એક ધર્મને વરેલું નથી એ ખરું હોવા છતાં આપણે એ નહિ ભૂલવું જોઈએ કે ઊંડી ધાર્મિક્તા સુવર્ણના ધાગાની જેમ આપણા સમગ્ર ઇતિહાસ સોંસરવી ચાલી જાય છે.” “આપણા બંધારણના મૂળભૂત સિદ્ધાંતોના અમલ માટે આધ્યાત્મિક તાલીમ જરૂરી છે. આપણા દેશમાં કોઈ રાજયધર્મ નથી. રાજયે કોઈ પણ એક ધર્મ પ્રત્યે પક્ષપાતનું વલણ રાખવું જોઈએ નહિ. ધર્મનાં વિવિધ રૂપોને અહીં સમાન સ્થાન છે. શરત માત્ર એટલી જ છે કે આ રૂપો ભ્રષ્ટ આચરણ પ્રત્યે દોરી જનારાં ન હોવાં જોઈએ. Page #32 -------------------------------------------------------------------------- ________________ ધર્મોના અભ્યાસ પ્રત્યેનો અભિગમ દરેક માણસને પોતાની શક્તિ અને અભિરુચિ પ્રમાણે અગોચર તત્ત્વને પામવાનો પ્રયત્ન કરવાનું સ્વાતંત્ર્ય છે. જો આપણા બિનસાંપ્રદાયિક રાજ્યનો આ પાયો હોય તો, બિનસાંપ્રદાયિક હોવું એટલે ધાર્મિક દૃષ્ટિએ નિરક્ષર રહેવું એવો અર્થ થઈ શકે જ નહિ. સાંપ્રદાયિક સંકુચિતતા છોડીને ઊંડી આધ્યાત્મિકતા કેળવવી એ જ બિનસાંપ્રદાયિક હોવાનો ખરો અર્થ છે.”૫ દરેક મહાન ધર્મમાં સાંપ્રદાયિક સંકુચિતતા છોડીને ઊંડી આધ્યાત્મિકતા કેળવવાનો ઉપદેશ આપવામાં આવેલો છે. દા.ત., 1. “ઈશ્વરે જે પુસ્તક અમને આપ્યું છે તેને અમે માનીએ છીએ અને જે પુસ્તક તેણે તમને આપ્યું છે તેને પણ માનીએ છીએ. અમારો અને તમારો અલ્લાહ એક જ છે અને તે જ એક અલ્લાહ આગળ આપણે માથું નમાવીએ છીએ.”–ઇસ્લામ ધર્મ દહેરું અને મસ્જિદ એક છે, પૂજા અને નમાજ એક જ છે. સૌ માણસો એક છે, અલગ દેખાય છે તે ભ્રમ છે...... અલ્લાહ અને નિરાકાર ઈશ્વર એક જ છે, પુરાણ અને કુરાન એક જ છે, એ સૌ સમાન છે, એક પ્રભુએ આ સૌ સર્યું છે.”—શીખ ધર્મ. 3. “જે માણસ ભૂતમાત્રને આત્મામાં જુએ છે અને આત્માને ભૂતમાત્રમાં જુએ છે તે કોઈની ધૃણા કરતો નથી. જ્યાં ભૂતમાત્ર જ્ઞાની માણસના આત્મારૂપ બની ગયાં છે, ત્યાં, એવું એત્વ જોનારને મોહ અને શોક શાન થવા પામે ?"- હિન્દુ ધર્મ. ઉપરનાં અવતરણો જોતાં એ સ્પષ્ટ થશે કે જે મુસલમાન, શીખ કે હિન્દુ પોતાના વર્ગના સાચા મર્મને પામે છે તેનામાં એવી ઊંડી આધ્યાત્મિકતા કે વ્યાપક ધર્મભાવનો ઉદય થાય છે કે કોમી વિખવાદ તેને માટે અશક્ય બની જાય છે. સાચી ધાર્મિક્તામાં સાંપ્રદાયિક સંકુચિતતાને બિલકુલ સ્થાન નથી એ મુદ્દાની સ્પષ્ટતા ગુરુ ગોવિંદસિંહે ઈશ્વરને આપેલાં બે નામો પરથી પણ થાય છે. ગુરુ ગોવિંદસિંહના મત પ્રમાણે, ઈશ્વરનાં અનેક નામો છે, જેમાંનું એક નામ છે “અધરમ' [જેનો કોઈ ધર્મ (પંથ) નથી.] અને બીજું નામ છે, “અમજહબ' (જેનો કોઈ મજહબ (પંથ) નથી.] એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે ઈશ્વરને આવાં નામ આપીને ગુરુ ગોવિંદસિંહે પોતાની મૌલિક વ્યાપક ધર્મભાવનાનો ઉપદેશ કરેલો છે. ડૉ. રાધાકૃષ્ણનાં તેમજ વિવિધ ધર્મોનાં શાસ્ત્રોમાંથી લીધેલાં ઉપરનાં વિધાનો પરથી સ્પષ્ટ થાય છે કે બિનસાંપ્રદાયિકતા એ અધાર્મિકતાનું બીજું નામ નથી. એથી ઊલટું, જો માણસના વ્યક્તિગત અને સામાજિક જીવનમાં ઊંડી આધ્યાત્મિકતા અને વ્યાપક ધર્મભાવના હોય તો જ લોકશાહી અને બિનસાંપ્રદાયિકતાના આદર્શો સિદ્ધ થઈ શકે તેમ છે. આથી જ મહાત્મા ગાંધીજીએ પોતાના જીવન અને ઉપદેશ વડે Page #33 -------------------------------------------------------------------------- ________________ 22 જગતના વિદ્યમાન ધર્મો વારંવાર એ વાત પર ભાર મૂક્યો છે કે લોકશાહી અને બિનસાંપ્રદાયિક રાજ્યના નાગરિકો ધર્મથી વિમુખ નહિ હોવા જોઈએ પણ ધર્મ અંગેની ઊંડી સૂઝ ધરાવનારા, અને તેથી સર્વધર્મસમભાવમાં માનનારા હોવા જોઈએ. અહીં સ્વાભાવિક રીતે સર્વધર્મસમભાવ એટલે શું ?' એ પ્રશ્ન ઊઠે છે. આ પ્રશ્નનો ગાંધીજીએ આપેલો વિગતવાર ઉત્તર નીચે પ્રમાણે છે : - “આપણાં વ્રતોમાં જે વ્રતને સહિષ્ણુતાને નામે ઓળખીએ છીએ તેને આ નવું નામ આપ્યું છે. સહિષ્ણુતા અંગ્રેજી શબ્દ “ટૉલરેશન'નો અનુવાદ છે. એ મને ગમ્યો ન હતો, પણ બીજું નામ સૂઝતું ન હતું. કાકાસાહેબને પણ એ નહોતું ગમ્યું. તેમણે સર્વધર્મઆદર શબ્દ સૂચવ્યો. મને એ પણ ન ગમ્યો. બીજા ધર્મોને સહન કરવામાં તેની ઊણપ માની લેવામાં આવે છે. આદરમાં મહેરબાનીનો ભાવ આવે છે. અહિંસા આપણને બીજા ધર્મો પ્રત્યે સમભાવ શીખવે છે. આદર અને સહિષ્ણુતા અહિંસા દૃષ્ટિએ પૂરતાં નથી. બીજા ધર્મો પ્રત્યે સમભાવ રાખવાના મૂળમાં પોતાના ધર્મની અપૂર્ણતાનો સ્વીકાર આવી જ જાય છે, અને સત્યની આરાધના, અહિંસાની કસોટી એ જ શીખવે. સંપૂર્ણ સત્ય જો આપણે જોયું હોત તો પછી સત્યનો આગ્રહ શો ? તો તો આપણે પરમેશ્વર થયા. કેમ કે સત્ય એ જ પરમેશ્વર છે એવી આપણી ભાવના છે. આપણે પૂર્ણ સત્યને ઓળખતા નથી તેથી તેનો આગ્રહ રાખીએ છીએ, તેથી જ પુરુષાર્થને અવકાશ છે. આમાં આપણી અપૂર્ણતાનો સ્વીકાર આવ્યો. જો આપણે અપૂર્ણ, તો આપણે કલ્પેલો ધર્મ અપૂર્ણ સ્વતંત્ર ધર્મ સંપૂર્ણ છે. તે આપણે જોયો નથી. જેમ ઈશ્વરને જોયો નથી. આપણે માનેલો ધર્મ અપૂર્ણ છે ને તેમાં નિત્ય ફેરફારો થયા કરે છે, થયા કરવાના. આમ થાય તો જ આપણે ઉત્તરોત્તર ચડી શકીએ, સત્ય પ્રતિ, ઈશ્વર પ્રતિ રોજ ને રોજ આગળ જતા જઈએ. અને જો મનુષ્યકલ્પિત બધા ધર્મ અપૂર્ણ માનીએ તો પછી કોઈને ઊંચનીચ માનવાપણું રહેતું નથી. બધા સાચા છે, પણ બધા અપૂર્ણ છે, તેથી દોષને પાત્ર છે. સમભાવ હોવા છતાં આપણે તેમાં દોષ જોઈ શકતા હોઈએ, પોતાનામાં પણ દોષ જોઈએ. એ દોષને લીધે તેનો ત્યાગ ન કરીએ, પણ દોષ ટાળીએ. આમ, સમભાવ રાખીએ, એટલે બીજા ધર્મોમાં જે કંઈ ગ્રાહ્ય લાગે તેને પોતાના ધર્મમાં સ્થાન આપતાં સંકોચ ન થાય, એટલું જ નહિ, પણ એમ કરવાનો ધર્મ પ્રાપ્ત થાય. બધા ધર્મો ઈશ્વરદત્ત છે. પણ તે મનુષ્યકલ્પિત હોવાથી, મનુષ્ય તેનો પ્રચાર કરતો હોવાથી તે અપૂર્ણ છે. ઈશ્વરદત્ત ધર્મ અગમ્ય છે. તેને ભાષામાં મનુષ્ય મૂકે જ્યાં લગી એ દષ્ટિ વર્તે ત્યાં લગી સાચા; પણ સહુ ખોટા પણ હોવાનું અસંભવ નથી. તેથી જ આપણે બધા ધર્મ પ્રત્યે સમભાવ રાખીએ. આમાં પોતાના ધર્મ પ્રત્યે ઉદાસીનતા નથી આવતી, પણ પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ આંધળો મટી જ્ઞાનમય થાય છે, તેથી વધારે સાત્ત્વિક, નિર્મળ બને છે. બધા ધર્મ પ્રત્યે સમભાવ આવે તો જ આપણાં દિવ્યચક્ષુ ખૂલે. ધર્માધતા ને દિવ્યદર્શન વચ્ચે ઉત્તર દક્ષિણ જેટલું અંતર છે. ધર્મજ્ઞાન થતા Page #34 -------------------------------------------------------------------------- ________________ ધર્મોના અભ્યાસ પ્રત્યેનો અભિગમ 23 અંતરાયો ઊડી જાય છે અને સમભાવ પેદા થાય છે. આ સમભાવ કેળવતાં આપણે આપણા ધર્મને વધારે ઓળખવાના. અહીં ધર્મ-અધર્મનો ભેદ નથી ટળતો. અહીં જે અંકાયેલા ધર્મો તરીકે આપણે જાણીએ છીએ તેમની વાત છે. આ બધા ધર્મોમાં મૂળ સિદ્ધાંતો એક જ છે. તે બધામાં સંત સ્ત્રીપુરુષો થઈ ગયાં છે. આજે પણ મોજૂદ છે. એટલે ધર્મ પ્રત્યેના સમભાવમાં ને ધર્મી-મનુષ્યો-પ્રત્યેના સમભાવમાં કંઈક ભેદ છે. મનુષ્ય-માત્ર-દુષ્ટ અને શ્રેષ્ઠ, ધર્મી અને અધર્મી-પ્રત્યે સમભાવની અપેક્ષા છે, પણ અધર્મ પ્રત્યે કદી નહિ. ત્યારે પ્રશ્ન એ થાય છે કે ઘણા ધર્મો શાને સારું જોઈએ? ઘણા ધર્મો છે એ આપણે જાણીએ છીએ. આત્મા એક છે, મનુષ્યદેહ અસંખ્ય છે. દેહની અસંખ્યતા ટાળી નહિ ટળે, છતાં આત્માના ઐક્યને આપણે ઓળખી શકીએ છીએ. ધર્મનું મૂળ એક છે, જેમ વૃક્ષનું; પણ તેને પાતરાં અસંખ્ય છે. . ...આત્મસંતોષને સારુ જ્યારે હું જુદાં જુદાં ધર્મપુસ્તકો ઉથલાવી રહ્યો હતો ત્યારે ખ્રિસ્તી, ઇસ્લામ, જરથોસ્તી, યહૂદી અને હિન્દુ ધર્મ એટલાનાં પુસ્તકોનો મારા સંતોષ પૂરતો પરિચય કર્યો. તેમ કરતાં મને આ બધા ધર્મો પ્રત્યે સમભાવ હતો એમ કહી શકું છું. તે વખતે મને એ જ્ઞાન હતું એમ નથી કહેતો. સમભાવ શબ્દનો પણ પૂરો પરિચય એ વેળા નહિ હોય, પણ એ વખતનાં મારાં સ્મરણ તાજાં કરું છું તો મને તે તે ધર્મોની ટીકા કરવાની ઇચ્છા સરખીયે થઈ યાદ નથી. પણ એમનાં પુસ્તકો ધર્મનાં પુસ્તકો સમજી આદરપૂર્વક વાંચતો અને બધામાં મૂળ નૈતિક સિદ્ધાંતો એકસરખા જોતો. કેટલીક વસ્તુઓ હું ન સમજી શકતો. તેમ જ હિંદુ ધર્મપુસ્તકોનું હતું. આજે પણ કેટલુંયે નથી સમજતો પણ અનુભવે જોઉં છું કે, જે આપણે ન સમજી શકીએ તે ખોટું જ છે એમ માનવાની ઉતાવળ કરવી એ ભૂલ છે. જે કેટલુંક પૂર્વે ન સમજાતું તે આજે દીવા જેવું લાગે છે. સમભાવ કેળવવાથી અનેક ગૂંચો પોતાની મેળે ઊકલી જાય છે; અને જ્યાં આપણે દોષ જ જોવામાં આવે ત્યાં તે દર્શાવવામાં પણ જે નમ્રતા અને વિવેક હોય છે તેથી કોઈને દુઃખ નથી થતું. એક મૂંઝવણ કદાચ રહે છે. ગયે વખતે મેં જણાવ્યું કે, ધર્મ-અધર્મનો ભેદ રહે છે, અને અધર્મ પ્રત્યે સમભાવ કેળવવાનો અહીં ઉદ્દેશ નથી. આમ જ હોય, તો ધર્માધર્સનો નિર્ણય કરાવમાં જ સમભાવની સાંકળ તૂટી નથી જતી ? આવો પ્રશ્ન થાય અને એવા નિર્ણય કરનાર ભૂલ કરે એમ પણ સંભવે. પણ આપણામાં ખરી અહિંસા વર્તતી હોય તો આપણે વેરભાવનામાંથી બચી જઈએ છીએ, કેમ કે અધર્મ જોતાં છતાં તે અધર્મને આચરનાર પ્રત્યે તો પ્રેમભાવ જ હશે અને તેથી કાં તો તે આપણી દૃષ્ટિનો સ્વીકાર કરશે, અથવા આપણી ભૂલ આપણને બતાવશે, અથવા બંને એકબીજાના મતભેદને સહન કરશે. છેવટે સામેનો અહિંસક નહિ હોય તો તે કઠોરતા વાપરશે; તોયે આપણે જો અહિંસાના ખરા પૂજારી હોઈશું તો આપણી મૃદુતા તેની કઠોરતાને નિવારશે જ એમાં શંકા નથી. પારકાની ભૂલને સારું પણ આપણે તેને Page #35 -------------------------------------------------------------------------- ________________ 24 જગતના વિદ્યમાન ધર્મો પીડવા નથી, આપણે પીડાવું છે. એ સુવર્ણનિયમને જે પાળે છે તે બધાં સંકટોમાંથી ઊગરી જાય છે.”૧૦ 4. ધર્મના અભ્યાસ અંગેના અભિગમો ધર્મના અભ્યાસ પ્રત્યેના અભિગમો વિવિધ હોઈ શકે છે. આમાંના કયા અભિગમથી થતો ધર્મનો અભ્યાસ આધ્યાત્મિક દષ્ટિએ આવકારદાયક છે એ બાબતની સ્પષ્ટતા કરવા માટે આપણે અહીં ધર્મોના અભ્યાસ પ્રત્યેના કેટલાક અભિગમોની સમીક્ષા કરીશું. ધર્મોના અભ્યાસ પ્રત્યેના વિવિધ અભિગમોમાંના નીચેના પાંચ ખાસ નોંધપાત્ર છે : 1. ધર્મ માત્રને ઉતારી પાડવાની દૃષ્ટિએ થતો ધર્મનો અભ્યાસ. 2. પોતાના સિવાયના અન્ય ધર્મો ખોટા છે એમ સાબિત કરવાના આશયથી થતો ધર્મોનો અભ્યાસ. પોતાનો ધર્મ જ સર્વશ્રેષ્ઠ છે એમ સાબિત કરવાના આશયથી હાથ ધરવામાં આવતો ધર્મોનો અભ્યાસ. 4. તાત્ત્વિક દૃષ્ટિએ જોતાં બધા ધર્મો સમાન છે એમ સ્પષ્ટ કરવાના આશયથી કરવામાં આવતો ધર્મોનો અભ્યાસ. પ. સર્વધર્મસમભાવની દષ્ટિને અનુસરીને કરવામાં આવતો વિવિધ ધર્મોનો તુલનાત્મક અભ્યાસ. ધર્મોનાં અભ્યાસ પ્રત્યેના ઉપરના પાંચ અભિગમોમાંના પ્રત્યેકની આપણે સમજૂતી મેળવીશું અને તેની સમીક્ષા કરવાનો પ્રયત્ન કરીશું. 1. ધર્મમાત્રને ઉતારી પાડવાની દૃષ્ટિએ થતો ધર્મનો અભ્યાસ : જે અભ્યાસીઓને પોતાના કે અન્યના જીવનમાંથી ધર્મના સાચા સ્વરૂપની ઝાંખી થયેલી ન હોય, એટલું જ નહિ પણ ધર્મ એ અજ્ઞાની અને વહેમી લોકોમાં ચાલી શકે તેવું એક ધતિંગ છે એવો પૂર્વગ્રહ જેમના મનમાં દઢ થઈ ગયો હોય તેવા અભ્યાસીઓ ધર્મોના અભ્યાસ પ્રત્યેનો આવો અભિગમ સ્વીકારે છે દા.ત., સોલોમન રેઈનાખ નામના વિદ્વાને ધર્મ માત્રને ઉતારી પાડવાની દૃષ્ટિએ ધર્મોનો અભ્યાસ કરીને એમ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે બધા ધર્મો વહેમ, દુરાગ્રહ અને અજ્ઞાનને જ આભારી છે. આથી તેમના અભ્યાસનો નિષ્કર્ષ એ છે કે જગતમાં જેમ ધર્મોની સંખ્યા અનેક છે તેમ તેમને લગતી મર્યાદાઓ પણ અનેક છે. આથી તેઓ ધર્મનું આ પ્રમાણે લક્ષણ આપવાની હિમાયત કરે છે : “આપણી શક્તિઓના સ્વતંત્ર વિહાર અને વિકાસમાં અવરોધ પેદા કરનારા ખ્યાલોનો સમૂહ એટલે ધર્મ.” સમીક્ષા : માણસને કોઈ પણ વિષયનું સાચું જ્ઞાન ત્યારે જ મળે છે કે જયારે તે કોઈ પૂર્વગ્રહથી પ્રેરાઈને નહિ પણ ખુલ્લા મનથી તેનો અભ્યાસ કરે. આમ, જેવી રીતે આપણને જે વ્યક્તિ સામે પૂર્વગ્રહ હોય તે વ્યક્તિનો સાચો પરિચય આપણે મેળવી Page #36 -------------------------------------------------------------------------- ________________ ધર્મોના અભ્યાસ પ્રત્યેનો અભિગમ 25 શકતા નથી તેવી જ રીતે જે અભ્યાસવિષય સામે આપણને પૂર્વગ્રહ હોય તે અભ્યાસવિષયનું સાચું જ્ઞાન આપણને થઈ શકતું નથી. ધર્મ માત્રને ઉતારી પાડવાની દષ્ટિથી થતો ધર્મોનો અભ્યાસ પૂર્વગ્રહપ્રેરિત હોઈ, તેનાથી અભ્યાસીને ધર્મના શુદ્ધ કે સાચા સ્વરૂપનો નહિ પણ તેની વિકૃતિઓનો જ પરિચય થાય છે. એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે અંધશ્રદ્ધા, વહેમ વગેરેને આધારે નભતાં ધર્મનાં વિકૃત રૂપોને જ ધર્મ માની લેવાનું વલણ નૈતિક દૃષ્ટિએ તદ્દન અસ્વીકાર્ય છે. આનો અર્થ એ કે ધર્મોનો અભ્યાસ પ્રત્યેનો આ અભિગમ સર્વથા ત્યાજ્ય છે. 2. પોતાના સિવાયના અન્ય ધર્મો ખોટા છે એમ સાબિત કરવાના આશયથી થતો ધર્મોનો અભ્યાસ : જે અભ્યાસીઓને પોતાના ધર્મ પ્રત્યે વધારે પડતો ખોટો પક્ષપાત હોય અને તેને પરિણામે જેમનું મન ધમધતાની જોરદાર પકડમાં આવી ગયું હોય તેવા અભ્યાસીઓ ધર્મના અભ્યાસ પ્રત્યેનો આ અભિગમ આવકારે છે. પૂર્વ અને પશ્ચિમની કેટલીક નામાંકિત વ્યક્તિઓએ પણ આ દૃષ્ટિએ ધર્મોનો અભ્યાસ કર્યો છે, અને એ દ્વાર એમ સાબિત કરવાનો પ્રયત્ન કરેલો છે કે અમુક એક જ ધર્મ (અભ્યાસીનો પોતાનો ધર્મ) સાચો છે અને બીજા ધર્મો તદ્દન ખોટા છે.૧૨ સમીક્ષા : “પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર”ના ન્યાયે જે ધર્મપ્રેમી માણસ પોતાના ધર્મ પ્રત્યેના પ્રેમમાં આંધળો બની ગયો હોય તે અન્ય ધર્મમાં પણ એ જ પરમેશ્વરની આરાધના થાય છે તે વાતને સમજી શકતો નથી. બીજી રીતે કહીએ તો, મોહ અને અંધકારથી પ્રેરાયેલો કોઈ પણ વિષયનો અભ્યાસ તે વિષયનું સાચું જ્ઞાન આપવામાં સફળ થઈ શકતો નથી. એટલે કે ધર્મના અભ્યાસ પ્રત્યેનો આ અભિગમ ધર્માધતા પર આધારિત છે અને તેથી એમ સિદ્ધ થાય છે કે તે દ્વારા ધર્મના સાચા અને શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. વળી એક ધર્મના અનુયાયી એક ધર્મ જ સાચો છે અને એ સિવાયના બધા ધર્મો ખોટા છે એમ સાબિત કરવાનો યત્ન કરે અને બીજા ધર્મના અનુયાયી બીજો ધર્મ સાચો છે અને બાકીના બધા ધર્મો ખોટા છે એમ દર્શાવવાનો પ્રયત્ન કરે તો એને પરિણામે એક પ્રકારની ખેંચાખેંચીની સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિ આધ્યાત્મિક દૃષ્ટિએ શરમજનક છે, એટલું જ નહિ પણ તાર્કિક દૃષ્ટિએ પણ એ સ્વઘાતક છે, કારણ કે જુદા જુદા ધર્મોના સામસામા ખંડનમંડનને પરિણામે આખરે તો બધા ધર્મોનું ખંડન જ થાય છે. આમ, એ સ્પષ્ટ થાય છે કે ધર્મના અભ્યાસ પ્રત્યેનો આ અભિગમ પણ સંપૂર્ણપણે ત્યાજ્ય છે. 3. પોતાનો ધર્મ જ સર્વશ્રેષ્ઠ છે એમ સાબિત કરવાના આશયથી હાથ ધરવામાં આવતો ધર્મનો અભ્યાસઃ પોતાના ધર્મ પ્રત્યેના ખોટા પક્ષપાતને પરિણામે જે ધર્મપ્રેમી અભ્યાસીઓ પોતાના ધર્મ અંગેનું મિથ્યા અભિમાન ધરાવતા થઈ જાય છે તેવા અભ્યાસીઓને બીજાના ધર્મો સ્વાભાવિક રીતે બહુ ઝાંખા લાગે છે. આમ, પોતાના ધર્મ અંગે વધારે પડતું અભિમાન રાખનારા અભ્યાસીઓ ધર્મના અભ્યાસ Page #37 -------------------------------------------------------------------------- ________________ 26 જગતના વિદ્યમાન ધર્મો પ્રત્યેનો આવો અભિગમ સ્વીકારે છે. અહીં એ મુદ્દો ખાસ નોંધપાત્ર છે કે ધર્મના અભ્યાસ પ્રત્યેનો આ ત્રીજો અભિગમ ઉપર સમજાવેલા બીજા અભિગમથી સ્પષ્ટ રીતે જુદો છે. બીજા અભિગમમાં પોતાના ધર્મ સિવાયના ધર્મોને તદ્દન વાહિયાત ગણાવી તેમનું મૂળમાંથી જ છેદન કરવાની હિમાયત કરવામાં આવે છે. જ્યારે ત્રીજા અભિગમમાં પોતાના ધર્મ સિવાયના અન્ય ધર્મોને તદ્દન ખોટા નહિ, પણ એકદમ અધૂરા ગણાવવામાં આવે છે અને પોતાનો જ ધર્મ પરિપૂર્ણ છે એવો દાવો કરવામાં આવે છે. જુદા જુદા ધર્મના ઘણા અનુયાયીઓએ આ દૃષ્ટિએ ધર્મોનો અભ્યાસ કરેલો છે અને એ દ્વારા એમ દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે કે અમુક એક જ ધર્મ (અભ્યાસીનો પોતાનો ધર્મ) સર્વશ્રેષ્ઠ છે અને બીજા ધર્મોમાં આમ તો ઘણી ખરાબીઓ છે પણ આ ખરાબીઓ વચ્ચે જાયે-અજાણ્યે જે સારી વસ્તુઓની ઝાંખી થાય છે તે સારી વસ્તુઓ પણ પૂર્ણવિકસિત રૂપે તો પોતાના સર્વશ્રેષ્ઠ ધર્મમાં જ જોવા મળે છે. 13 સમીક્ષા : ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરતી વખતે પહેલા પ્રકરણમાં આપણે જોઈ ગયાં કે ઉચ્ચ પ્રકારની નીતિમત્તા એ ધાર્મિકતાનું અનિવાર્ય અંગ છે અને તેથી દરેક ધર્મમાં પ્રેમ અને ભ્રાતૃભાવનાનો ઉપદેશ અપાયેલો હોય છે. આનો અર્થ એ કે કોઈ પણ એક કે બીજા ધર્મનો સાચો અનુયાયી પ્રેમ અને ઉદાર ભાવનામાં ઊણો ઊતરતો હોતો જ નથી. અને તેથી તે પોતાના ધર્મનું કે અન્ય કોઈ વાતનું મિથ્યા અભિમાન રાખી શકતો જ નથી અને જો જાયે-અજાણ્યે રાખે તો તે પોતાના ધર્મના મર્મને પણ પામી શકે નહિ એવી સ્થિતિમાં મુકાઈ જાય છે, અને આવી સ્થિતિમાં મુકાયેલો માણસ અન્ય ધર્મના રહસ્યને તો ઓળખી જ કેવી રીતે શકે? આનો અર્થ એ કે પોતાના ધર્મ અંગેના મિથ્યા અભિમાનને કારણે ઉદ્ભવતો ધર્મના અભ્યાસ પ્રત્યેનો આ અભિગમ કોઈ પણ ધર્મનું સાચું જ્ઞાન આપવામાં નિષ્ફળ જાય છે. વળી, ધર્મના અભ્યાસ પ્રત્યેના ઉપર સમજાવેલા બીજા અભિગમની પેઠે આ ત્રીજો અભિગમ પણ તાર્કિક દૃષ્ટિએ સ્વઘાતક છે. આમ એ સ્પષ્ટ થાય છે કે ધર્મોના અભ્યાસ પ્રત્યેનો આ અભિગમ પણ સર્વથા ત્યાજય છે. 4. તાત્ત્વિક દૃષ્ટિએ જોતાં આ બધા ધર્મો સમાન છે એમ સ્પષ્ટ કરવાના આશયથી કરવામાં આવતો ધર્મોનો અભ્યાસ : જે અભ્યાસીઓ ધર્મનો વિચાર ઊંડી આધ્યાત્મિકતાની દૃષ્ટિએ કરે છે તેમને જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદ તદન ઉપરછલ્લા લાગે છે અને ઉપરછલ્લી દૃષ્ટિએ જુદા જુદા જણાતા વિવિધ ધર્મોમાં રહેલી તાત્ત્વિક એક્તા તરફ તેમની આંખ ઠરે છે. આવી ઊંડી આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારનારા અભ્યાસીઓ જુદા જુદા ધર્મોમાં રહેલું સામ્ય કે તેમની વચ્ચેની મૂળભૂત એકતાને સ્પષ્ટ કરવાના આશયથી ધર્મોનો અભ્યાસ હાથ ધરે છે. ધર્મોના અભ્યાસ પ્રત્યેના આ અભિગમનું સુંદર ઉદાહરણ આપણને ડૉ. ભગવાનદાસના "Essential Unity of All Religious (સર્વ ધર્મોની તાત્ત્વિક એકતા) નામના ગ્રંથમાંથી મળી રહે છે. ડૉ. ભગવાનદાસે આ પુસ્તકમાં જુદા જુદા ધર્મનાં શાસ્ત્રોમાંથી અનેક ઉતારાઓ ટાંકીને એમ દર્શાવવાનો સમર્થ પ્રયત્ન કર્યો છે કે બધા ધર્મોમાં ધાર્મિક જીવનનાં ત્રણ અંગો 1. જ્ઞાન 2. ભક્તિ અને 3. Page #38 -------------------------------------------------------------------------- ________________ ધર્મોના અભ્યાસ પ્રત્યેનો અભિગમ નીતિનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે, અને તેથી “ધર્મો” અનેક દેખાતા હોવા છતાં ખરેખર “ધર્મ” એક જ છે. સમીક્ષા : આ પ્રકરણના પ્રારંભમાં આપણે “ધર્મનું એકત્વ અને ધર્મોની અનેકતા” એ વિષે વિચારણા કરેલી જ છે. તેમાં રજૂ થયેલા મુદ્દાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ખરી રીતે જોતાં ધર્મનું તત્ત્વ કે મૂળ સ્વરૂપ એક જ છે. પહેલા પ્રકરણમાં આપણે ધર્મ સંબંધી જે કંઈ વિચારણા કરી તે ધર્મના આ મૂળ એક સ્વરૂપને જ લગતી હતી. આ પરથી એ સ્પષ્ટ થાય છે કે ધર્મ અંગેની સાચી સમજ મેળવવી હોય તો વિવિધ ધર્મો વચ્ચેની વિવિધતા કરતાં તેમની વચ્ચેની એકતા વધારે મહત્ત્વની છે એમ સ્પષ્ટ કરવું એ ખૂબ જ આવશ્યક છે. આમ, ધર્મના અભ્યાસ પ્રત્યેનો આ અભિગમ ધર્મના શુદ્ધ અને સાચા સ્વરૂપનું જ્ઞાન આપનારો હોઈ, સ્પષ્ટ રીતે આવકારદાયક અને અનુકરણીય છે. પ. સર્વધર્મસમભાવની દૃષ્ટિને અનુસરીને કરવામાં આવતો વિવિધ ધર્મોનો તુલનાત્મક અભ્યાસ : ધર્મોના કેટલાક અભ્યાસીઓને એમ લાગે છે કે બધા ધર્મો મૂળભૂત રીતે એક હોવા છતાં તેમાંના પ્રત્યેકમાં ધર્મનું હાર્દ એકસરખી રીતે પ્રગટ થયેલું હોતું નથી. વળી, જુદા જુદા સંયોગોની અસરને લીધે કોઈ પણ ધર્મમાં શુદ્ધ અને સાચી ધાર્મિકતા સાથે જેમનો મેળ ન બેસે તેવાં તત્ત્વો પણ પ્રવેશી ગયાં હોય છે. આનો અર્થ એ કે આ પ્રમાણે વિચારનારા અભ્યાસીઓના મતે દરેક ધર્મમાં સુધારણાને અવકાશ છે. અને જો હમદર્દી અને સર્વધર્મસમભાવની ભાવના સાથે તેમનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે તો તેનાથી સમગ્ર માનવજાતની ધર્મભાવના વધારે પરિપક્વ અને શુદ્ધ રૂપે પ્રગટ થઈ શકે. ધર્મોના અભ્યાસ પ્રત્યેના આ અભિગમનું જ્વલંત ઉદાહરણ આપણને ડૉ. રાધાકૃષ્ણમાં મળી રહે છે. વિવિધ ધર્મોને હમદર્દાપૂર્વક સમજવાનો યત્ન કરીને તેનાં વિશિષ્ટ અને પ્રભાવક તત્ત્વોની બીજા ધર્મ પર સારી અસર પાડવાના પ્રયોજનથી ધર્મોનો તુલનાત્મક અભ્યાસ કરવાનો સમર્થ પ્રયાસ ડૉ. રાધાકૃષ્ણને કરેલો છે. તેમના મત પ્રમાણે “ભિન્ન ભિન્ન ધર્મો એ ભિન્ન ભિન્ન પ્રયોગો છે, અને તેમની એકબીજા પર અસર પડે ને તેમની વચ્ચે આપ-લે થાય, તો એ સમન્વયના ફળરૂપે એક સ્વતંત્ર ને સર્જનશીલ સંસ્કૃતિ ઉત્પન્ન થવા પામે. એ સર્વધર્મો જગતમાં આજના કરતાં ઉચ્ચતર અને અધિક સ્થાયી જીવનની ઇમારત ચણવાના સંયુક્ત પ્રયત્નમાં ગૂંથાયેલા છે. તેઓ એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહેલા સહચરો છે. એ સર્વના અનુયાયીઓ સાથે સ્નેહ અને સખ્યનો સંબંધ બાંધવો તથા સ્વાર્થ અને અબુદ્ધિ, અન્યાય અને અધર્મનાં બળો પર આક્રમણ કરવું એ આપણું આજનું કર્તવ્ય છે... ડૉ. એસ્ટલીન કાર્પેન્ટર (તુલનાત્મક ધર્મના અભ્યાસનો આરંભ કરનાર વિદ્વાન)નું વલણ પણ આ જ પ્રકારનું હતું. તેમનું રેખાચિત્ર લખનાર એક લેખકે લખ્યું છે કે, ડૉ. કાર્પેન્ટર કબૂલ કરતા કે કોઈ પણ ધર્મ સંપૂર્ણ છે એ માન્યતા તેઓ સ્વીકારી શકે એમ હતું નહિ. તેઓ Page #39 -------------------------------------------------------------------------- ________________ 28 જગતના વિદ્યમાન ધર્મો કહેતા : “મારા પોતાના અભ્યાસ પરથી એક વાતને વિષે મારી ખાતરી થઈ છે. જગતના ઇતિહાસમાં ખ્રિસ્તી ધર્મ સિવાય બીજે ક્યાંય ઈશ્વરના સ્વરૂપનું સાચું નિરૂપણ થયું નથી, કે મનુષ્યની નૈતિક ભાવનાને પ્રગટ થવા માટે એ ધર્મ સિવાય બીજો કોઈ રસ્તો જડ્યો નથી, એ વિચાર ભૂલભરેલો છે; અને એમાં રહેલી ભૂલ આપણે ખ્રિસ્તીઓ સમજતા થઈએ એથી આપણને લાભ છે. વળી, ખ્રિસ્તી ધર્મના જે ગ્રંથો અત્યારે ઉપલબ્ધ છે તે પરથી ખ્રિસ્તી ધર્મ અપૂર્વ અને અદ્વિતીય નથી કરતો.” આવું મોકળું મન રાખીએ તો જ આપણે બીજાના ધર્મને સમજી શકીએ. આવી ઉદારતાને આપણા અંતરાત્માના તારેતાર જોડે વણી ન લઈએ ત્યાં સુધી તે બુદ્ધિના પ્રદેશથી ઊંડી ઊતરવા નહિ પામે. આપણે અન્ય ધર્મીઓને સમજવા ઇચ્છતા હોઈએ, તો જે કલ્પનાઓ ને ભાવનાઓથી તેમની હૃદયવીણાના તાર ઝણઝણી ઊઠતા હોય તેનો ધર્મો વચ્ચેના પારસ્પરિક આદરનો સિદ્ધાંત આપણે ત્યાં અતિ પ્રાચીનકાળથી સ્વીકારાયેલો છે એ મુદ્દાની આનંદશંકર ધ્રુવે કરેલી સ્પષ્ટતા અહીં નોંધપાત્ર છે. “સર્વ ધર્મોનો પરસ્પર આદર હોવો જોઈએ એ દૃષ્ટિ કેવળ વર્તમાનકાળમાં જ પ્રગટ થઈ છે એમ ન સમજવું. બે હજાર વર્ષ ઉપર મહારાજા અશોકે આવા સંમેલનની ઈષ્ટતા, અને સંપ્રદાયોને પરસ્પર આદર કરવાનો બોધ પોતાના શિલાલેખોમાં પ્રકટ કર્યો હતો. એ કહે છે– દેવાનાપ્રિય પ્રિયદર્શી રાજા વિવિધ દાન અને પૂજાથી ગૃહસ્થ અને સંન્યાસી સર્વ સંપ્રદાયવાળાઓનો સત્કાર કરે છે. પણ દેવાનાપ્રિયને દાન અને પૂજાની એટલી દરકાર નથી જેટલી આવી છે કે સર્વ સંપ્રદાયોના સારતત્ત્વની વૃદ્ધિ થાય. સંપ્રદાયોના સારની વૃદ્ધિ અનેક પ્રકારે થાય છે, પણ એનું બીજ વાસંયમ છે; અર્થાત, લોક કેવળ પોતાના સંપ્રદાયનો આદર કરે અને બીજાના સંપ્રદાયની અકારણ નિંદા ન કરે.. કેમ કે કોઈ ને કોઈ કારણથી સર્વ સંપ્રદાયનો આદર કરવો એ લોકનું કર્તવ્ય છે. એમ કરવાથી પોતાના સંપ્રદાયની ઉન્નતિ અને બીજાના સંપ્રદાયોને ઉપકાર થાય છે. એથી ઊલટું જે કરે છે એ પોતાના સંપ્રદાયને પણ હાનિ પહોંચાડે છે, અને બીજાના સંપ્રદાયને પણ અપકાર કરે છે, કારણ કે જે કોઈ ખોટા સંપ્રદાયની ભક્તિમાં આવીને પોતાના સંપ્રદાયની પ્રશંસા કરે છે અને બીજાના સંપ્રદાયની નિંદા કરે છે એવા વિચારથી કે મારા સંપ્રદાયનું ગૌરવ વધે એ ખરું જોતાં પોતાના સંપ્રદાયને પણ પૂરી હાનિ પહોંચાડે છે. સમવાય (સંમેલન) સારો છે, જેથી લોક એકબીજાના ધર્મને ધ્યાન દઈને સાંભળે, અને સાંભળવાની ઈચ્છા કરે સમવાયો Uવ સાધુ: 7 સમીક્ષા : સર્વધર્મસમભાવની દૃષ્ટિએ કરવામાં આવતા ધર્મોના તુલનાત્મક અભ્યાસથી નીચેના ફાયદાઓ થાય છે : 1. સર્વાગ સંપૂર્ણ ધાર્મિક જીવનનો આદર્શ કયા ક્યા ધર્મમાં કેટલી હદે અને કેવી રીતે પ્રગટ થયો છે તે સ્પષ્ટ થાય છે. આ સ્પષ્ટતાને પરિણામે માણસની ધાર્મિક ચેતનાના Page #40 -------------------------------------------------------------------------- ________________ ધર્મોના અભ્યાસ પ્રત્યેનો અભિગમ 29 ઉત્તરોત્તર વિકાસની શક્યતા વધે છે. 2. જુદા જુદા ધર્મમાં કઈ કઈ બાબતો શાશ્વત મૂલ્યવાળી છે અને કઈ કઈ બાબતોમાં કેવી રીતે સુધારણા કરવી જરૂરી છે તેની ચોખ્ખી સમજ કેળવાય છે. આને પરિણામે ધાર્મિક સહિષ્ણુતાનો સહેજે ઉદય થાય છે અને ધર્માન્જતા તેમજ પોતાના ધર્મ અંગેનું મિથ્યા અભિમાન નિર્મળ થાય છે. 3. એક ધર્મની સુધારણામાં બીજા ધર્મનાં સારાં તત્ત્વો કઈ રીતે ઉપકારક થઈ શકે છે તેની જાણ થાય છે. આને પરિણામે જુદા જુદા ધર્મો વચ્ચે આદરની ભાવના કેળવાય છે અને તેમના વચ્ચેનો સમન્વય શક્ય બને છે. સર્વધર્મસમભાવની ભાવનાથી કરવામાં આવતા ધર્મોના તુલનાત્મક અભ્યાસની ઉપર્યુક્ત ઉપયોગિતા જોતાં એ સ્પષ્ટ થાય છે કે ધર્મોના અભ્યાસ પ્રત્યેનો આ અભિગમ એકદમ આવકારદાયક છે અને વર્તમાન સંદર્ભમાં તો ખાસ અનુસરવા યોગ્ય છે. ઉપસંહાર : ધર્મના અભ્યાસ પ્રત્યેના ઉપરના પાંચ અભિગમોમાંથી પહેલા ત્રણ નૈતિક, આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક એ ત્રણે દષ્ટિએ વાંધાજનક છે, જ્યારે છેલ્લા બે અભિગમો આ બધી દષ્ટિએ આવકારદાયક છે. આથી ધર્મો અંગેના આ પુસ્તકમાં કરવામાં આવેલા નિરૂપણમાં પ્રથમના ત્રણ અભિગમોને ટાળીને બાકીના બે અભિગમોને અનુસરવાનો યત્ન કરવામાં આવ્યો છે. 5. ધર્મના અભ્યાસમાં પવિત્ર ધર્મગ્રંથો (શાસ્ત્રો)ના અભ્યાસનું મહત્ત્વ : પ્રત્યેક ધર્મમાં અમુક ગ્રંથ કે ગ્રંથોને પવિત્ર અને પ્રમાણભૂત માનવામાં આવે છે. જગતના વિદ્યમાન અગિયાર ધર્મોમાંના પ્રત્યેકના પવિત્ર ધર્મગ્રંથ કે શાસ્ત્ર અંગેની માહિતી નીચેના કોઠામાં આપેલી છે : [ ક્રમ | ધર્મ શાસ્ત્ર હિન્દુ ધર્મ શ્રુતિ અને સ્મૃતિ જૈન ધર્મ ગણિપિટક બૌદ્ધ ધર્મ ત્રિપિટક શીખ ધર્મ ગુરુ ગ્રંથસાહેબ અને દશમગ્રંથ જરથોસ્તી ધર્મ છંદ અવસ્તા યહૂદી ધર્મ જૂનો કરાર ખ્રિસ્તી ધર્મ બાઈબલ ઇસ્લામ ધર્મ કુરાન તાઓ ધર્મ તાઓ-તે-ચિંગ કન્ફયુસ ધર્મ ક્લાસિક્સ અને બુક્સ 11 | શિન્જો ધર્મ કો-જી-કી અને નિહોન-ગી T Page #41 -------------------------------------------------------------------------- ________________ 30 જગતના વિદ્યમાન ધમાં દરેક ધર્મના શાસ્ત્રમાં તે ધર્મના તાત્વિક અને નૈતિક સિદ્ધાંતોનું વર્ણન કરેલું હોય છે અને તેથી ધર્મના અભ્યાસ માટે શાસ્ત્રાધ્યયન એ ઘણું ઉપયોગી સાધન બની રહે છે. શાસ્ત્રનું અધ્યયન ઉપયોગી હોવા ઉપરાંત અનિવાર્ય પણ છે. અમુક ધર્મમાં અમુક માન્યતાનો સ્વીકાર થયો છે કે નહિ એ બાબતનો આખરી અને સર્વમાન્ય નિર્ણય તે ધર્મના શાસ્ત્રને આધારે જ થઈ શકે. શાસ્ત્ર સિવાયના આધારે આવો નિર્ણય લેવામાં આવ્યો હોત તો તેમાં મતભેદ થઈ શકે છે પણ શાસ્ત્રને આધારે કરેલો નિર્ણય વિવાદનો વિષય રહેતો નથી, કારણ કે પ્રત્યેક ધર્મના અનુયાયી પોતાના ધર્મશાસ્ત્રને પવિત્ર અને પ્રમાણભૂત ગણે છે. આમ, કોઈ પણ ધર્મના સિદ્ધાંતો વિશે સાચી અને સર્વમાન્ય માહિતી મેળવવી હોય તો તે ધર્મના શાસ્ત્રનું અધ્યયન અનિવાર્ય છે. કોઈ પણ માણસ અન્ય ધર્મના શાસ્ત્રનો અભ્યાસ કરે તો તેને તે ધર્મનું જ્ઞાન તો મળે જ છે પણ તે ઉપરાંત આ અભ્યાસને લીધે માણસ પોતાના ધર્મને પણ વધુ સારી રીતે સમજતો થાય છે, અને તેનામાં સર્વધર્મસમભાવને માટે જરૂરી એવી ધાર્મિક ઉદારતાનો ઉદય થાય છે. મહાત્મા ગાંધીજીના શબ્દોમાં આ મુદ્દાની સ્પષ્ટતા કરીએ. મારું માનવું છે કે દરેક સંસ્કારી સ્ત્રીપુરુષનો જગતના ધર્મશાસ્ત્રો સમભાવથી વાંચવાનો ધર્મ છે. જો બીજા આપણા ધર્મનો આદર કરે એમ ઇચ્છીએ તો આપણે તેમના ધર્મનો પણ તેવો જ આદર કરવો રહ્યો, અને આદર કરવા માટે જગતનાં ધર્મશાસ્ત્રોનો સમભાવભર્યો અભ્યાસ કરવો એ પવિત્ર કર્તવ્ય થઈ પડે છે. બીજા ધર્મોના આદરયુક્ત અભ્યાસથી હિંદુધર્મશાસ્ત્ર માટેની મારી ભક્તિ અને શ્રદ્ધા ઓછી નથી થઈ. હા, તે ધર્મપુસ્તકોના વાચનથી હિંદુધર્મશાસ્ત્રની મારી સમજ ઉપર ચિરસ્થાયી અસર થઈ છે ખરી. જીવન પ્રતિ મારી દષ્ટિ તે વાચનને લીધે વિશાળ થઈ છે, એ વાચનથી હિંદુધર્મશાસ્ત્રોમાંના ઘણા અગમ્ય ભાગો વધારે સ્પષ્ટ રીતે હું સમજી શક્યો છું.”૧૮ ધર્મના અભ્યાસમાં ધર્મશાસ્ત્રોના અભ્યાસના મહત્ત્વને સમજાવવા ઉપરાંત એ અભ્યાસમાં રાખવા લાયક કાળજી અંગે પણ ગાંધીજીએ નીચે મુજબની સ્પષ્ટતા કરેલી છે. “આમ, જુદા જુદા ધર્મગ્રંથોનો અભ્યાસ કરતાં-કરાવતાં એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ, એટલે કે તે તે ધર્મના પ્રસિદ્ધ માણસોએ લખેલા ગ્રંથો વાંચવાવિચારવા જોઈએ મારે ભાગવત વાંચવું હોય તો હું ખ્રિસ્તી મિશનરીએ ટીકાની દૃષ્ટિથી કરેલો તરજુમો ન વાંચું, પણ ભાગવતના ભક્ત કરેલો તરજુમો વાંચું. મારે તરજુમાનો ઉલ્લેખ કરવો પડે છે, કેમ કે આપણે ઘણા ગ્રંથો તરજુમા મારફતે જ વાંચીએ છીએ. તેમ જ બાઈબલ વાંચવું હોય તો તેની હિંદુએ લખેલી ટીકા નહિ વાંચું, સંસ્કારી ખ્રિસ્તીએ તેને વિષે શું લખ્યું છે તે વાંચું. આમ વાંચવાથી આપણને બીજા ધર્મોનો દઢભાજક મળી આવે છે, ને તેમાંથી સંપ્રદાયોની પેલે પાર રહેલો જે શુદ્ધ ધર્મ છે તેની ઝાંખી કરીએ છીએ.”૧૯ Page #42 -------------------------------------------------------------------------- ________________ ધર્મોના અભ્યાસ પ્રત્યેનો અભિગમ 31 સંદર્ભસૂચિ કિશોરલાલ ઘ. મશરૂવાળા, જીવનશોધન (પાંચમી આવૃત્તિ), પૃ. 16-17 રાધાકૃષ્ણનું, ધર્મોનું મિલન (અનુવાદક ચં. પ્રા. શુક્લ), પૃ. 237 3. હિંદુ ધર્મની સ્થાપના ઈશ્વરે પોતે જ કરી હોવાની હિંદુઓની માન્યતાને લીધે હિંદુ ધર્મને “અપૌરુષેય' કહેવામાં આવે છે. Radhakrishnan, The Report of University Education Commission, P. 294-95 એજન, પૃ. 300 6. કુરાન, પૃ. 29-46 7. ઉપેન્દ્રરાય જ. સાંડેસરા, શીખદર્શન, પૃ. 196 8. ઈશોપનિષદ્, પૃ. 6-7 9. ઉપેન્દ્રરાય જ. સાંડેસરા, શીખદર્શન, પૃ. 228 10. ગાંધીજી, વ્યાપક ધર્મભાવના, પૃ. 23-26 91. Solomon Reinach, Orpheus : A General History of Religion, P. 3 12. ગાંધીજી, ધર્મમંથન, પૃ. 1 : 15 13. J. N. Farquhar, The Crown of Hinduism, P. 457-58 14. ભૂપતરાય મો. બૂચ અને ડોલરરાય મો. બૂચ (અનુવાદક), સર્વ ધર્મોની તાત્ત્વિક એકતા : ભાગ 1 અને 2 94. Bhagavan Das, Essential Unity of all Religions, P. 993 16. રાધાકૃષ્ણનું, ધર્મોનું મિલન, પૃ. 18-20 17. આનંદશંકર બા. ધ્રુવ, આપણો ધર્મ, પૃ. 711-12 18. ગાંધીજી, ધર્મમંથન, પૃ. 5 : 6 19. એજન, 5 : 8 Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ હિન્દુ ધર્મ અને તેનાં શાસ્ત્રો - જયેન્દ્રકુમાર યાજ્ઞિક 1. હિન્દુ ધર્મનું પ્રાણતત્ત્વઃ હિન્દુ ધર્મ જગતનો જૂનામાં જૂનો અને આજ સુધી વિકસતો રહેલો ધર્મ છે. હિન્દુ ધર્મ કેટલો પ્રાચીન છે એ પ્રશ્નના નિશ્ચિત જવાબ અંગે અભ્યાસીઓમાં મતભેદ છે. આમ છતાં ઇતિહાસસિદ્ધ નિર્વિવાદ હકીક્ત તરીકે એટલું તો સૌ કોઈ સ્વીકારે છે કે ઈ.સ. પૂર્વે ૩000ના સમયથી માંડીને આજપર્યંત હિન્દુ ધર્મે ભારતીય સંસ્કૃતિની જાળવણીના કાર્યને જારી રાખ્યું છે. “ન્યૂ લાઈટ ઑન ધ મોસ્ટ એશ્યન્ટ ઈસ્ટ' નામના ગ્રંથમાં પ્રોફેસર ચાઈલ્વે સ્પષ્ટ કર્યું છે કે “ઈ.સ. પૂર્વે ૩૦૦૦ના અરસામાં ભારતવર્ષ જે સંસ્કૃતિ લઈને મિસર અને બેબીલોનિયાની સામે ઉપસ્થિત થયેલું તે સંસ્કૃતિ તેની પોતાની વિશિષ્ટ ને સ્વતંત્ર હતી, ને ઉદ્યોગકળામાં તે કાળની બીજી સંસ્કૃતિઓની હારોહાર ઊભી રહી શકે એવી હતી. ભારતવર્ષની ભૂમિમાં તેની જડ ઊંડી ઊતરેલી દેખાય છે...એ પ્રાચીન કાળમાં પણ એમાં ભારતવર્ષની ખાસિયત દેખાઈ આવે છે; અને એના પાયા પર જ આધુનિક ભારતીય સંસ્કૃતિની ઇમારત રચાઈ છે.” પ્રો. ચાઈલ્ડ જે ભારતીય સંસ્કૃતિની વાત કરે છે તે સિંધુ નદીના પ્રદેશમાં વિકસેલી હતી. આમ, આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં સિંધુ નદીના પ્રદેશમાં વસતા લોકો જે ધર્મ પાળતા હતા તે ધર્મ, સિંધુ નદીના નામ પરથી હિન્દુ ધર્મને નામે વિખ્યાત થયેલો છે. તે કાળથી શરૂ કરીને તે વિવેકાનંદ અને ગાંધીજીના જમાના સુધી આ ધર્મમાં રહેલું સનાતન તત્ત્વ જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે જુદી જુદી રીતે વ્યક્ત થતું રહ્યું છે. હેવિલે યથાર્થ લખ્યું છે કે ભારતમાં ધર્મને કોઈ જડ મત તરીકે ભાગ્યે જ સ્વીકારવામાં આવે છે પણ માનવવર્તણૂક અંગેની એક કાર્યસાધક ધારણા તરીકે ધર્મનો સ્વીકાર કરીને, જીવનની જુદી જુદી પરિસ્થિતિઓ અને આધ્યાત્મિક વિકાસની જુદી જુદી કક્ષાઓને અનુકૂળ આવે એ રીતે તેને ઘટાવવામાં આવે છે.” આને પરિણામે હિન્દુ ધર્મનું સર્વદેશકાળમાં તેને લાગુ પડે તેવું કોઈ એક લક્ષણ આપી શકાતું નથી. આનંદશંકર ધ્રુવે યથાર્થ કહ્યું છે કે, “હિન્દુ ધર્મનું લક્ષણ બાંધવા જતાં અનેક મુશ્કેલીઓ આવે છે. પરંતુ આ મુશ્કેલી તે હિન્દુ ધર્મનું દૂષણ છે એમ સમજવું Page #44 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મ અને તેનાં શાસ્ત્રો 33 નહિ. એ દૂષણ નથી, પણ ભૂષણ છે. જગતના સર્વધર્મોમાં આ મુશ્કેલી એ એના જીવન્તપણાની જ નિશાની છે. પ્રકૃતિમાં જેમ વસ્તુ ઊંચી, તેમ એની સંઘટનામાં વધારે ઝીણવટ અને ગૂંચ વધારે તેમ એનું લક્ષણ બાંધવું વધારે મુશ્કેલ પડે છે. હિન્દુ ધર્મનું કોઈ એક સીધુંસાદું લક્ષણ આપી શકાય તેમ નથી એ હકીક્તને અનુલક્ષીને ડો. રાધાકૃષ્ણને હિન્દુ ધર્મનું નીચે પ્રમાણે વર્ણન કરેલું છે : સિંધુકાંઠાની પ્રાચીન સંસ્કૃતિના આચારવિચારથી માંડીને સદા બદલાતી આકાંક્ષાઓ ને ટેવો, કલ્પનાઓ ને રૂઢિઓનું જે જટિલ અને બહુરંગી પટોળું આજે જોવામાં આવે છે ત્યાં સુધીનો, જે વિકાસ છે તેનું નામ હિન્દુ ધર્મ છે.” સમાજની જુદી જુદી પરિસ્થિતિ અને વ્યક્તિની જુદી જુદી કક્ષાઓને અનુલક્ષીને અનેક રૂપે પ્રગટ થતા રહેલા હિન્દુ ધર્મે તેના મૂળ સિદ્ધાંતોને કાયમ માટે ટકાવી રાખ્યા છે. આથી જ તેનું “સનાતન ધર્મ એવું નામ સાર્થક છે. આમ, જેવી રીતે ભારતીય સંસ્કૃતિમાં અનેકતા છતાં એકતા રહેલી છે તેવી જ રીતે હિન્દુ ધર્મમાં પણ વિવિધ રૂપોની અંદર સનાતન સત્યોની એકતા જળવાઈ રહેલી છે. ડૉ. રાધાકૃષ્ણન્ યથાર્થ કહે છે કે “હિન્દુ ધર્મના વિવિધ, અને કેટલીક વાર એકબીજાનો વિરોધ કરતા સંપ્રદાયો તરફ નજર નાંખીએ, તો આપણને વિમાસણ થાય કે હિન્દુ ધર્મ એ અનેક ભિન્ન ભિન્ન ધર્મોનો શંભુમેળો તો નથી? પણ એ સંપ્રદાયોની પાછળ રહેલાં આત્મપરાયણ જીવન, ધર્મનિષ્ઠા અને પુરુષાર્થ તરફ ધ્યાન આપીએ, તો આપણને તેમાં એકસૂત્રતા જોવા મળે, ને કંઈક અકળ એવી એકરૂપતા જડી આવે."" આ અકળ એકરૂપતા કે હિન્દુ ધર્મનાં સનાતન સત્યોને કળવાના પ્રયત્નરૂપે આપણે અહીં ઈશાવાસ્ય ઉપનિષદ્રના પ્રથમ શ્લોકનું કથન અને વિવરણ કરીશું. આ શ્લોક અંગે ગાંધીજીએ એમ કહેવું છે કે હિન્દુ ધર્મનાં બધાં શાસ્ત્રો નષ્ટ થઈ જાય તો પણ જો હિન્દુઓને ઈશોપનિષદૂનો પહેલો જ શ્લોક બરાબર યાદ રહી ગયો હોય તો ફક્ત એ એક જ શ્લોકને આધારે હિન્દુ ધર્મ સદા જીવંત રહી શકે તેમ છે. આ શ્લોક નીચે પ્રમાણે છે : ॐ ईशा वास्यमिदं सर्वम् यत्किञ्च जगत्यां जगत् / तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्वनम् / / અર્થ : ઈશ્વર આ સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. આ જગતના પ્રત્યેક પરિવર્તનશીલ અને નાશવંત પદાર્થોમાં ઈશ્વરનો વાસ છે. તેને ત્યાગીને ભોગવતો રહે. કોઈનાયે ધનનો લોભ રાખીશ નહિ. વિવરણ: ઈશ્વર એ એક જ આખરી અને પરમ સત્ તત્ત્વ છે. આ આખું જગત તેની જ અભિવ્યક્તિ છે. જગતના અણુએ અણુમાં એ વ્યાપેલો છે. આ જ્ઞાન Page #45 -------------------------------------------------------------------------- ________________ 34 જગતના વિદ્યમાન ધર્મો અને તેમાંથી જન્મતા ઈશ્વર પ્રત્યેના ભક્તિભાવ સાથે માણસે જગતનો બધો વ્યવહાર કરવાનો છે. એટલે કે અહંભાવ અને આસક્તિ ટાળીને તેણે સંસારમાં જળકમળવત રહેવાનું છે, અને પોતાના સામાજિક સ્થાન મુજબનાં કર્તવ્યોનું નિષ્કામભાવે પાલન કરવાનું છે. અર્થાત્ તેણે સંસારનો ત્યાગ કરવાની જરૂર નથી, પણ તેના પ્રત્યેની દષ્ટિ બદલવાની જરૂર છે. જે માણસ આખા જગતમાં ઈશ્વરને જુએ છે અને અભિમાન તેમજ આસક્તિથી મુક્ત થયો છે તે માણસ બીજનું શોષણ કરી જ કેવી રીતે શકે? આમ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યવાળો માણસ સ્વાભાવિક રીતે બીજાની કોઈ પણ વસ્તુને કોઈ પણ રીતે પડાવી લેવાના ભ્રષ્ટાચાર આચરણથી દૂર રહે છે. અર્થાત અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જોતાં મહાન નૈતિક વ્રતોનું તે સ્વભાવથી જ પાલન કરે છે. ઈશોપનિષદ્રના પ્રથમ શ્લોકનાં કથન અને વિવરણ પરથી સ્પષ્ટ થાય છે કે . જ્ઞાન, ભક્તિ, નીતિ અને વૈરાગ્ય એ ચાર અંગવાળા ધાર્મિક જીવનના સર્વોચ્ચ આદર્શને સિદ્ધ કરવો એ હિન્દુ ધર્મનું મૂળતત્ત્વ કે સનાતન સત્ય છે. બધા માણસો બધી પરિસ્થિતિમાં આ આદર્શને અનુસરી શકે નહિ એ હકીકતને ધ્યાનમાં રાખીને હિન્દુ ધર્મમાં “અધિકાર (યોગ્યતા) અને “ઈષ્ટ' (આદર્શ)નો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. અર્થાત હિન્દુ ધર્મમાં દરેક માણસને પોતાની રુચિ, સંયોગો અને યોગ્યતા (અધિકાર) પ્રમાણે આ આદર્શ (ઈસ્ટ)ને પામવાનો પ્રયત્ન કરવાની છૂટ આપવામાં આવેલી છે. આથી કોઈ હિન્દુ ઈશ્વરનું એક નામ અને રૂપ કહ્યું છે, તો બીજો તેને બીજા નામરૂપથી ઓળખે છે, તો ત્રીજો તેને નિરંજન નિરાકાર કહે છે. એ જ રીતે કોઈ હિન્દુ ઈશ્વરની મૂર્તિની સ્થૂળ પૂજા કરે છે તો કોઈ માનસી પૂજા કરે છે, તો કોઈ વળી એમ કહે છે કે ઈશ્વરનું પૂજન કરવાની જ જરૂર નથી. આ રીતે હિન્દુ ધર્મમાં અનેક સંપ્રદાયોને અવકાશ મળે છે. પણ જો હિન્દુ ધર્મનું મૂળતત્ત્વ જળવાતું હોય તો તેમની વચ્ચે કોઈ વિરોધ નથી એ વાતની હિન્દુ ધર્મશાસ્ત્રોમાં વારંવાર સ્પષ્ટતા કરવામાં આવેલી છે. દા.ત., 1. ઋગ્વદનું એ જાણીતું કથન છે કે, “સત્ય એક જ છે. બ્રહ્મવેત્તાઓ તેને જુદી જુદી રીતે વર્ણવે છે.” મૈત્રી ઉપનિષદૂમાં કહ્યું છે કે, “તે તો એક જ છે. એ એકનાં જ ત્રણ, આઠ, અગિયાર, બાર કે અગણિત રૂપો કલ્પવામાં આવે છે.” ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, “મનુષ્યો મારે શરણે જેવી રીતે આવે છે તેવી જ રીતે હું તેઓને ભજું છું (તેમને ફળ આપું છું), કારણ કે હે પાર્થ ! જુદી જુદી સર્વ રીતે મનુષ્યો મારા માર્ગને જ અનુસરે છે.” 4. શિવમહિમ્નસ્તોત્રમાં કહેવામાં આવ્યું છે કે, “માણસો રૂચિની ભિન્નતાને લીધે જુદા જુદા માર્ગને સારા અને નરસા માને છે. તો પણ, હે પરમાત્માનું, Page #46 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મ અને તેનાં શાસ્ત્રો ૩પ તે બધા તારી પાસે જ પહોંચે છે, જેમ નદીઓ ગમે તેવી વાંકીચૂકી ચાલીને પણ અંતે જઈને તો સમુદ્રને જ મળે છે.”૧૦ એ ખરું છે કે હિન્દુ ધર્મના લાંબા ઈતિહાસમાં અનેક વાર એવા પ્રસંગો બન્યા છે કે તેના આ કે તે સંપ્રદાયમાં સડો પેઠો હોય અને તેને પરિણામે તેમાં હિન્દુ ધર્મનો આદર્શ ભુલાઈ ગયો હોય. પરંતુ હિન્દુ ધર્મનું એ સદ્ભાગ્ય રહ્યું છે કે આવા પ્રસંગે કોઈ ને કોઈ ધર્મપુરુષ પાકે છે અને તે ધાર્મિક શિથિલતા કે સડાને દૂર કરીને હિન્દુ ધર્મમાં નવો પ્રાણ પૂરે છે. શ્રી મહાદેવને યથાર્થ લખ્યું છે કે, “મહાન ધર્મસુધારકોસત્યદૃષ્ટાઓ-નો વખતોવખત થતો રહેતો પ્રાદુર્ભાવ એ ભારતના ધાર્મિક ઇતિહાસની વિશિષ્ટ લાક્ષણિક્તા રહી છે. જનસમુદાયની શ્રદ્ધા અને ધર્મભાવનાને પુનઃ ચેતનવંતી બનાવવી અને તેમનામાં એકતા અને હેતલક્ષિતાની ભાવના પ્રેરવી એ આ મહાન ધર્મસુધારકોનું જીવનધ્યેય હોય છે. જેમણે પોતે સર્વોચ્ચ સત્યનો સાક્ષાત્કાર કર્યો હોય અને પછી પાછા જનસમુદાયની વચ્ચે આવીને ધર્મનાં ગૌરવ અને દિવ્યપ્રભાને તેમનાં હૃદય સુધી પહોંચાડ્યાં હોય એવા તેજસ્વી આધ્યાત્મિક નેતાઓ આટલી બધી સંખ્યામાં દુનિયાના કોઈ પણ ભાગમાં નથી થયા.” આમ, પાંચ હજાર વર્ષથીયે વધારે લાંબા તેના ઇતિહાસકાળ દરમિયાન આવેલાં અંદરનાં તેમજ બહારનાં અનેક આક્રમણોની વચ્ચે પણ હિન્દુ ધર્મને સદા જીવંત રાખવામાં જેટલો ફાળો હિન્દુ ધર્મશાસ્ત્રોનો છે તેટલો જ ફાળો હિન્દુ ધર્મના મહાન સંતપુરુષોનો છે. હિન્દુ ધર્મનાં શાસ્ત્રોમાં ધાર્મિક જીવનના સર્વોચ્ચ આદર્શનું સ્પષ્ટ નિરૂપણ છે. પણ એ આદર્શને પોતાના જીવનમાં ઉતારીને અટકી નહીં જતાં, લોકોના જીવનમાં પણ એ આદર્શ મૂર્તિમંત બનાવવાનો પુરુષાર્થ તો ધર્મસુધારકો, ધર્મસંસ્થાપકો, ધર્માચાર્યો અને સંતપુરુષોએ જ કરેલો છે. આથી જ હિન્દુ ધર્મમાં પ્રાચીન શાસ્ત્રો કરતાં પ્રગટ સંતવાણીને અને શાસ્ત્રાધ્યયન કરતાં સંતસમાગમને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. 2. હિન્દુ ધર્મનાં શાસ્ત્રોઃ અતિ પ્રાચીન કાળથી આજ સુધી સદા જીવંત રહેલી હિન્દુ ધર્મ પ્રણાલીને પરિણામે હિન્દુ ધર્મનાં અનેક શાસ્ત્રો અસ્તિત્વમાં આવેલાં છે. આ શાસ્ત્રોને 1. વેદો, 2. વેદાંગ અને સ્મૃતિઓ, 3. ઇતિહાસો, 4. પુરાણો, 5. આગમો, 6. દર્શનગ્રંથો અને 7. સંતવાણી આ સાત વિભાગમાં વહેંચવામાં આવે છે. આ સાત પ્રકારનાં હિન્દુ ધર્મશાસ્ત્રોનો અનુક્રમે સંક્ષિપ્ત પરિચય મેળવીએ. 1. વેદોઃ વેદો હિન્દુ ધર્મના મૂળ અને સૌથી પ્રાચીન શાસ્ત્રગ્રંથો છે. આ ગ્રંથોને “શ્રુતિ' તરીકે પણ ઓળખવામાં આવે છે. “વેદ એટલે જ્ઞાન. એ જ્ઞાનનો શબ્દ ઋષિઓને (પરમાત્મા પાસેથી) અંતરાત્મામાં સંભળાયો, તેથી એનું બીજું નામ શ્રુતિ' છે. આમ, વેદો એ પરમાત્મા સંબંધી જ્ઞાનના ગ્રંથો છે. વેદો ચાર છે: 1. ઋગ્વદ, 2. યજુર્વેદ, 3. સામેવદ અને 4. અથર્વવેદ. આમાં ઋગ્વદ સૌથી વધારે Page #47 -------------------------------------------------------------------------- ________________ 36 જગતના વિદ્યમાન ધર્મો મહત્ત્વનો અને પ્રાચીન સંગ્રહ છે. આર. ઈ. હ્યુમ કહે છે તેમ, “જગતના વિદ્યમાન ધર્મોનાં શાસ્ત્રોમાં ઋગ્વદ એ ખરેખર સૌથી વધારે પ્રાચીન ગ્રંથ છે,”૧૩ પ્રત્યેક વેદમાં 1. સંહિતા કે મંત્ર, 2. બ્રાહ્મણ અને 3. આરણ્યક તથા ઉપનિષદ્ એ ત્રણ વિભાગો હોય છે. આ ત્રણે વિભાગની અનુક્રમે ઝાંખી કરીએ. 1. સંહિતા કે મંત્ર વિભાગ : આ વિભાગમાં પરમાત્માની સ્તુતિ અને પ્રાર્થનાનો સમાવેશ થયેલો છે. દા.ત., 1. હે બલવંત ઇન્દ્ર ! આ અત્યંત મીઠી વાણી વડે પુત્ર પિતાનું વસ્ત્ર ઝાલે તેમ હું તારું ઝાલું છું. 2. મારી વૃત્તિઓ, ગાયો એમના વાડા પ્રત્યે વળે એમ ઉરચક્ષા (સર્વને જોતા, વિશાળ નેત્રવાળા) વરુણને ઇચ્છતી એમના તરફ પાછી વળે અમારો સૌથી ઉપરનો, વચલો અને નીચેનો પાશ (બંધ) છોડ, જેથી અમે જીવીએ.૧૪ (સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર એ ત્રણ પ્રકારનાં શરીરનાં બંધનમાંથી છૂટી આત્મા જ્યારે પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે જ તેને ખરા અર્થમાં જીવન (અમરતા)ની પ્રાપ્તિ થાય છે. આમ, આ પ્રાર્થનાનું હાર્દ છે : “મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા.”) 2. બ્રાહ્મણ વિભાગ : આ વિભાગમાં “બ્રહ્મ” કહેતાં ધર્મ કે નીતિનું તત્ત્વ અને તેની સ્થૂળ અભિવ્યક્તિરૂપ યજ્ઞની ક્રિયાઓનું વર્ણન આવે છે. દા.ત., જે કોઈ છે તે ઋણ (દેવું)વાળો જ જન્મે છે. એ જન્મે છે તેવો જ દેવોનું, ઋષિઓનું, પિતૃઓનું અને મનુષ્યોનું ઋણ (દવું) લઈને જ જન્મે છે : 1. એ યજન કરે છે, કારણ કે તે દેવનું ઋણ લઈને જન્મ છે. 2. એ અધ્યયન કરે છે, કારણ કે તે ઋષિઓ પ્રત્યે ઋણ લઈને જન્મે છે. 3. એ પ્રજા ઇચ્છે છે, કારણ કે તે પિતૃઓનું ઋણ લઈને જન્મે છે. 4. એ અતિથિને વાસ અને અન્ન આપે છએ, કારણ કે તે મનુષ્યો પ્રત્યે ઋણ લઈને જન્મે છે.” શ્રદ્ધા એ પત્ની છે: સત્ય એ યજમાન (અગ્નિહોત્રી-પતિ) છે. શ્રદ્ધા અને સત્ય એ ઉત્તમ જોડું છે. શ્રદ્ધા અને સત્ય એ જોડા વડે સ્વર્ગલોકને જીતે છે (પ્રાપ્ત કરે છે.).”૧૫ 3. આરણ્યક અને ઉપનિષદ્ વિભાગ : બ્રાહ્મણગ્રંથો કર્મપ્રધાન કે યજ્ઞપ્રધાન છે. આ ગ્રંથોમાંથી આપણે ઉપર આપેલાં અવતરણો જોતાં એ સ્પષ્ટ થશે કે યજ્ઞ પાછળથી ધર્મભાવનાથી બ્રાહ્મણગ્રંથો અજાણ નથી. આમ છતાં, ધર્મના રહસ્ય અંગેનું ઊંડું ચિંતન તો બ્રાહ્મણગ્રંથોમાં નહિ, પણ આરણ્યક અને ઉપનિમાં જ જોવા મળે Page #48 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મ અને તેનાં શાસ્ત્રો 37 છે. આરણ્યકોમાં આરંભાયેલું ધર્મતત્ત્વચિંતન ઉપનિષદોમાં તેની પરાકાષ્ઠાએ પહોંચે છે. આથી ઉપનિષદોને “વેદાન્ત' (વેદનો અંત) ને નામે ઓળખવામાં આવે છે. ઉપનિષદોની સંખ્યા બસોથી પણ વધારે છે જેમાંથી 1. ઈશ, 2. કેન, 3. કઠ, 4. પ્રશ્ન, 5. મુંડક 6. માંડૂક્ય, 7. તૈત્તિરીય, 8. ઐતરેય, 9. છાંદોગ્ય, 10. બૃહદારણ્યક અને 11. શ્વેતાશ્વેતર એ ખાસ જાણીતાં છે. શંકરાચાર્યે આ અગિયારે ઉપનિષદોનાં ભાષ્ય (અર્થવિવરણ) લખેલાં છે. બ્રહ્મર્ષિઓ અને રાજર્ષિઓને થયેલા આત્મા અને પરમાત્મા સંબંધી અનુભવજ્ઞાનનું ઉપનિષદોમાં જે વર્ણન છે તેનો થોડો આસ્વાદ લઈએ. 1. “જીવાત્મા અને પરમાત્મારૂપ બે પક્ષીઓ સાથે રહેનારા મિત્રો છે, અને એક જ શરીરરૂપ વૃક્ષને ભેટીને રહ્યાં છે. તેમાંનું એક પક્ષી (જીવાત્મા) મીઠું લાગતું ફળ ખાય છે, અને બીજું પક્ષી (પરમાત્મા) તેને ન ખાતાં માત્ર (સાક્ષી રૂપે) જોયા જ કરે છે.”૧૭ 2. “જે ભૂતપ્રાણીમાત્રમાં રહે છે, છતાં એ સર્વથી જુદો છે, જેનું સર્વ ભૂતપ્રાણીમાંથી કોઈનેય જ્ઞાન નથી, સર્વભૂતપ્રાણીઓ જેનું શરીર છે, જે સર્વ ભૂતપ્રાણીઓની અંદર રહીને તેમનું નિયમન કરે છે-એ અમૃત અંતર્યામી (પરમાત્મા) તે તારો આત્મા છે.”૧૮ 3. યાજ્ઞવલ્કયે પોતાની પ્રિય પત્ની મૈત્રીયીને કહ્યું : “ખરી રીતે જોતાં પતિ તેને પોતાને કારણે નહિ, પણ આત્માને કારણે પ્રિય લાગે છે. ખરી રીતે જોતાં પત્ની તેને પોતાને કારણે નહિ પણ આત્માને કારણે પ્રિય લાગે છે. ખરી રીતે જોતાં સર્વભૂતપ્રાણીઓ તેમને પોતાને કારણે નહિ, પણ આત્માને કારણે પ્રિય લાગે છે. ખરેખર જે કંઈ પ્રિય લાગે છે તે બધું એને પોતાને કારણે નહિ પણ આત્માને કારણે પ્રિય લાગે છે. માટે હે મૈત્રેયી ! આત્માને જોવાનો છે, સાંભળવાનો છે, ચિંતવવાનો છે અને તેનું ધ્યાન કરવાનું છે. વળી, જ્યારે ખરેખર આત્મા દેખાય છે, સંભળાય છે, એનું ચિંતવન થાય છે અને એ રીતે એનું જ્ઞાન થાય છે ત્યારે બધી વસ્તુઓનું જ્ઞાન થઈ જાય છે.”૧૯ 4. “આ આત્મા પ્રવચન સાંભળવાથી નથી મળતો. બુદ્ધિ દ્વારા કે વિદ્વતા વડે પણ તે મેળવી શકાતો નથી. એ આત્મા જેને પસંદ કરે છે (અથવા જે એ આત્માને પસંદ કરે છે, તેને જ એ મળે છે; તેની આગળ જ એ આત્મા પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. આ આત્મા બલીન કે કાયર માણસથી મેળવી શકાતો નથી, તેમજ આળસુ કે બેદરકારને પણ એ મળતો નથી. વળી, ખોટા ખ્યાલોવાળા તપથી પણ એ મેળવી શકાતો નથી. પરંતુ જે માણસ વિવેકપૂર્વક આ ઉપાયો વડે યત્ન કરે છે તેનો આત્મા બ્રહ્મધામમાં પ્રવેશ કરે છે.”૨૦ 5. “જેને મેળવ્યા વિના વાણી મનની સાથે પાછી ફરે છે (મન કે વાણી જેને પામી શકતાં નથી) તે બ્રહ્મના આનંદને જાણનારો ક્યારેય પણ ભય પામતો નથી.”૨૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ 38 જગતના વિદ્યમાન ધમ વેદના ઉપર્યુક્ત ત્રણ વિભાગોના વિષયોના ઉપર આપેલા નમૂનાઓ જોતાં એ સ્પષ્ટ થશે કે ધાર્મિક જીવનનું લાગણીગત પાસું કે ભક્તિરૂપ અંગ વૈદિક સંહિતામાં વ્યક્ત થાય છે. બ્રાહ્મણગ્રંથો ધર્મના ક્રિયાપરક પાસા કે નૈતિક અંગને લગતા છે, જયારે આરણ્યકો તેમજ ઉપનિષદો દ્વારા ધાર્મિક જીવનના જ્ઞાનાત્મક પાસાને ન્યાય મળે છે. આમ, એ સ્પષ્ટ થાય છે કે પરિપૂર્ણ ધાર્મિક જીવનમાં ભક્તિ, કર્મ અને જ્ઞાન એ ત્રણેની આવશ્યકતા છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને વેદના આ ત્રણ વિભાગોની રચના થયેલી છે. આનંદશંકર ધ્રુવ કહે છે તેમ વેદમાં “મૂળ સંહિતા જ હતી. તથાપિ એમાં બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ ઉમેરી, સર્વને એકત્ર કરી, સર્વ એક વેદ યા શ્રુતિને નામે પરમ પ્રમાણ માનવામાં ઋષિઓએ ધર્મના તત્ત્વનું ઘણું ઊંડું જ્ઞાન દર્શાવ્યું છે કારણ કે એ ત્રણે ભાગને એકઠા કરીને લેતાં જ ધર્મનું પૂરેપૂરું સ્વરૂપ બંધાય છે. ધર્મનાં ત્રણ અંગો છે - ભક્તિ, કર્મ અને જ્ઞાન; અને તે, વેદના આ ત્રણ ભાગમાં ક્રમવાર પ્રતીત થાય છે.૨૨ 2. વેદાંગ અને સ્મૃતિઓઃ વેદાંગ અને સ્મૃતિઓનો સંક્ષિપ્ત પરિચય આપતાં આનંદશંકર ધ્રુવે લખ્યું છે: “વેદનો શુદ્ધ ઉપચાર કરવા માટે, એમાં બતાવેલી યજ્ઞની ક્રિયાઓ યોગ્ય રીતે કરવા માટે, વગેરે કામ સારુ કેટલાંક પુસ્તકો રચવામાં આવ્યાં તે “વેદાંગ” કહેવાય છે. “વેદાંગ એટલે વેદનાં અંગ યાને સાધન; વેદને મદદગાર થનારાં પુસ્તકો, વેદાંગ છ છે : 1. શિક્ષા (વેદના ઉચ્ચાર કરવાનું શીખવાર ગ્રંથ), 2. કલ્પ (યજ્ઞભાગની ક્રિયાઓનો વિધિ બતાવનાર ગ્રંથ), 3. વ્યાકરણ, 4. છન્દ, 5. જ્યોતિષ અને 6. નિરુક્ત (વેદના શબ્દોની વ્યુત્પત્તિ આપી એના અર્થ કરવાની રીત બતાવનાર ગ્રંથ).”૨૩ “સર્વ વેદાંગોમાં “કલ્પ યાને કલ્પસૂત્ર એ મુખ્ય છે. “કલ્પ એટલે ક્રિયા અથવા વિધિ; અને “સૂત્ર” એટલે અલ્પાક્ષરી વાક્યો. કલ્પસૂત્રના ત્રણ વર્ગ પાડવામાં આવે છે : શ્રૌતસૂત્ર, ગૃહ્યસૂત્ર અને ધર્મસૂત્ર. શ્રૌતસૂત્રમાં શ્રુતિમાં કહેલી યજ્ઞની ક્રિયાઓ શી રીતે કરવી એ બતાવેલું હોય છે. ગૃહ્યસૂત્રમાં ઘરમાં કરવાની ધાર્મિક ક્રિયાઓનો તથા ઉપનયન-વિવાહાદિ સંસ્કારોનો વિધિ બતાવેલો છે. ધર્મસૂત્રમાં, મુખ્યત્વે કરીને, બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે વર્ણોના તથા બ્રહ્મચારી, ગૃહસ્થ વગેરેના આશ્રમોના ધર્મોનું તેમજ વારસો, લેણદેણ વગેરે દુનિયાના વ્યવહાર તથા કાયદાને લગતી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે.૨૪ ધર્મસૂત્રોમાંથી આગળ જતાં વિશાળ સ્મૃતિઓ રચાઈ. સ્મૃતિઓ ઘણી છે, પણ તે સર્વમાં મનુ, યાજ્ઞવલ્કય અને પરાશરની સ્મૃતિઓ મુખ્ય અને વિશેષ જાણીતી છે.”૨૫ પ્રત્યેક સ્મૃતિમાં વ્યક્તિગત તેમજ સામાજિક વ્યવહારને લગતા નિયમો કે કાયદાઓ આપેલા હોય છે. આ નિયમો કે કાયદાઓ પ્રમાણે વ્યવહાર કરવાનો ધર્મ સૌ કોઈને પ્રાપ્ત થતો હોઈ સ્મૃતિને “ધર્મશાસ્ત્રને નામે પણ ઓળખવામાં આવે છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ 39 હિન્દુ ધર્મ અને તેનાં શાસ્ત્રો મન યાજ્ઞવલ્કય, પરાશર વગેરે અનેક ધર્મજાગ્રત પુરુષોએ જુદાં જુદાં ધર્મશાસ્ત્રો રચ્યાં છે એ હકીકતનો થોડો ખુલાસો કરવો જરૂરી છે. હિન્દુ ધર્મમાં એમ સ્વીકારવામાં આવ્યું છે કે અમુક નૈતિક સિદ્ધાંતો શાશ્વત રીતે સત્ય હોવા છતાં એ નૈતિક સિદ્ધાંતોને અનુસરવા માટે માણસે પોતાના વ્યક્તિગત અને સામાજિક વ્યવહારમાં કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે એ બાબતનો કોઈ નિર્ણય આખરી હોતો નથી. આનું કારણ એ છે કે જુદા જુદા દેશકાળની જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે સદાચરણના નિયમોમાં જુદા જુદા ફેરફાર કરવાની જરૂર પડે છે. સદાચરણના નિયમોમાં આ રીતનો જરૂરી ફેરફાર કરવાનો અધિકાર કોનો? સામાન્ય માણસને આવો અધિકાર આપવામાં આવે તો તેનો દુરુપયોગ થાય અને સમાજમાં નૈતિક અંધાધૂંધી ફેલાય. આથી હિન્દુ ધર્મમાં આર્ષદૃષ્ટા ધર્મપુરુષને જ આવો અધિકાર આપવામાં આવ્યો છે. આવા અધિકારની રૂએ મનુ, યાજ્ઞવલ્કય, પરાશર વગેરે યુગપુરુષોએ ઈશ્વરપ્રેરણા અને અંતરાત્માના અવાજને અનુસરીને લોકોને યુગધર્મ સમજાવવા માટે, લોકોએ વ્યક્તિગત અને સામાજિક વ્યવહારમાં પાળવાના નિયમો કે કાયદાઓની સ્પષ્ટતા કરવા માટે સ્મૃતિઓ કે ધર્મશાસ્ત્રોની રચના કરેલી છે. એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે આ રીતે રચાયેલાં અનેક ધર્મશાસ્ત્રો એકબીજાથી મૂળભૂત રીતે જુદાં નથી. માનવસ્વભાવ એકસરખો રહેતો હોવાથી માનવસમાજને બધી પરિસ્થિતિમાં લાગુ પડે એવા કેટલાક મૂળભૂત નિયમો કે કાયદાઓ બધાં ધર્મશાસ્ત્રોમાં સમાનપણે જોવા મળે છે. આમ, કાળક્રમે જેમાં અનિવાર્યપણે ફેરફાર કરવો પડે તેવા નિયમોની બાબતમાં જ એક યુગનું ધર્મશાસ્ત્ર બીજા યુગના ધર્મશાસ્ત્રથી જુદું પડે છે. 3. ઈતિહાસોઃ સ્મૃતિઓ કે ધર્મશાસ્ત્રોમાં આપવામાં આવેલા સદાચરણના નિયમોનું જ્ઞાન બહુજનસમુદાય સુધી પહોંચાડવું હોય તો તેમને નૈતિક બોધ મળી રહે તેવી તેમજ વાસ્તવિક જીવનમાં માર્ગદર્શક થઈ પડે તેવી વાર્તાઓ કહેવી જોઈએ. મહાન પુરુષોનાં જીવનચરિત્રોને લગતી આ રીતની વાર્તાઓ દ્વારા સદાચરણનું જ્ઞાન આપનારાં હિન્દુ ધર્મશાસ્ત્રોને ઈતિહાસો કહે છે. આવા ઈતિહાસમાં 1. રામાયણ અને 2. મહાભારત એ બે મહાકાવ્યોનો સમાવેશ થાય છે. 1. રામાયણ : રામાયણના મૂળ લેખક આદ્યકવિ મહર્ષિ વાલ્મીકિ છે. તેમાં મર્યાદા પુરુષોત્તમ (સદાચરણના નિયમરૂપ ધર્મની મર્યાદામાં રહેનાર ઉત્તમ પુરુષ) સૂર્યવંશી રામની કથા છે. આનંદશંકર ધ્રુવ કહે છે તેમ રામાયણમાં “ગૃહધર્મ અને રાજધર્મનો ઉત્તમ ઉપદેશ છે. ઘરમાં સૌ કુટુમ્બીઓએ પરસ્પર કેવા સ્નેહથી વર્તવું જોઈએ એ જુદા જુદા દાખલા લઈને બતાવ્યું છે. પિતાના વચન ખાતર પુત્ર રામે વનવાસ સ્વીકાર્યો; પત્નીએ પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી થવું જોઈએ તેથી સીતાજી રામ સાથે વનવાસ ગયાં; ભાઈ લક્ષ્મણે વનમાં તેમજ રાવણ સામે યુદ્ધમાં Page #51 -------------------------------------------------------------------------- ________________ 40 જગતના વિદ્યમાન ધર્મો રામની સેવા કરી; બીજા ભાઈ ભરતે મોટા ભાઈનો હક્ક વિચારી સામી આવતી લક્ષ્મીને ઠોકર મારી, નાના ભાઈ તરીકે પોતાની ફરજ હતી તે જ બજાવી. રામ અધર્મને ઉત્તેજન આપે છે એવી એક દુષ્ટ પ્રજાજનને શંકા થઈ, એ શંકાને પણ અવકાશ રહેવો ન જોઈએ તેટલા માટે રામે ઉગ્ર રાજધર્મ પાળ્યો અને સીતાનો ત્યાગ કર્યો. છતાં પતિ તરીકે એમનો એના ઉપર અવિચળ પ્રેમ હતો, એ અશ્વમેઘ યજ્ઞ વખતે, ફરી ન પરણતાં, સીતાજીની સોનાની મૂર્તિ પાસે રાખીને પોતે ચલાવી લીધું એટલાથી જણાઈ આવ્યું. રામની પિતૃભક્તિ અને રાજધર્મ, એમની કર્તવ્યનિષ્ઠા અને એક પત્નીવ્રત હિન્દુધર્મના ઇતિહાસમાં કદી ભુલાવાનાં નથી.” 2. મહાભારતઃ મહાભારતની રચના વ્યાસ મુનિએ કરેલી છે. તેમાં ચંદ્રવંશી ભરતકુળમાં જન્મેલા કૌરવો અને પાંડવોનો ઇતિહાસ છે. એમાં રામાયણ કરતાં કુટુમ્બજાળ વિશેષ છે, અને કુટુમ્બીઓ સ્વાર્થને માટે કેવો અન્યાય કરે છે, કલહમાં ઊતરે છે ઇત્યાદિ ઘરસંસારની કાળી બાજુ પૂરેપૂરી બતાવી છે. તે જ સાથે એની ઉજળી બાજુ પણ બતાવવી બાકી રાખી નથી. જુદા જુદા સ્વભાવના ભાઈઓ પણ સંપથી કેવા એકત્ર રહી શકે, અને પાસેનાં બીજાં સગાસંબંધીઓ સાથે કેવો સ્નેહભર્યો સંબંધ રાખી શકે, તે પાંડવોના માંહોમાંહેના અને કૃષ્ણ સાથેના સંબંધમાં બતાવ્યું છે પણ તે ઉપરાંત, આ ગ્રંથની મોટી ખૂબી એ છે કે દરેક મનુષ્યમાં ગુણ અને દોષ કેવા ભળેલા હોય છે, અને તેથી મનુષ્યસ્વભાવના કેવા જુદા જુદા નમૂનાઓ બને છે એ એમાં બહુ રસિક અને અભુત રીતે બતાવ્યું છે અને આખી વાર્તામાંથી એ સાર કાઢી આપ્યો છે કે " તો ઘર્મસ્તતો ગય:'- જ્યાં ધર્મ ત્યાં જ જય.” પણ આ મુખ્ય વાર્તા ઉપરાંત મહાભારતમાં બીજી અસંખ્ય વાર્તાઓ આવે છે. યુધિષ્ઠિર વગેરે પાંડવો દેશવટો ભોગવી વનમાં ફરે છે ત્યાં એમને અનેક ઋષિઓ અને જ્ઞાનીઓનો મેળાપ થાય છે અને એમને મુખેથી તેઓ અનેક રાજાઓનાં અને સ્ત્રીપુરુષોનાં સુખદુઃખમાં ચરિત્રો સાંભળે છે, અને વિવિધ વિષયો ઉપર ઉપદેશ પામે છે. આ સિવાય મહાભારતમાં બીજે ઘણે પ્રસંગે ધર્મ અને તત્ત્વજ્ઞાનના ઉપદેશો આવ્યા કરે છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને જે ઉપદેશ કર્યો છે તે મહાભારતનું પ્રકરણ છે. વળી, ભીષ્મ પિતામહ ઘવાઈને બાણશય્યા ઉપર પડ્યા પડ્યા સૌ શ્રોતાજનોને રાજધર્મ, સ્ત્રીધર્મ, મોક્ષધર્મ વગેરે વિષયો ઉપર બહુ અમૂલ્ય ઉપદેશ આપે છે. મહાભારતમાં ધર્મ સંબંધી એટલું બધું જ્ઞાન ભર્યું છે કે હિન્દુ ધર્મનું બીજું કોઈ પુસ્તક વાંચી ન શકો અને મહાભારત વાંચો તો તે બસ થાય. એને વિષે યોગ્ય કહેવાયું છે કે, “જે આમાં છે તે જ બીજે છે, અને જે આમાં નથી તે બીજે કોઈ ઠેકાણે નથી.”૨૭ આમ, ઉપેન્દ્રરાય સાંડેસરાએ મહાભારતનું મૂલ્ય દર્શાવતાં યથાર્થ લખ્યું છે કે ‘વિરાટ’ શબ્દના તમામ અર્થોને સાર્થક કરતો, વ્યાપકમાં વ્યાપક જીવનદર્શન કરતો અને કરાવતો એ મહત્તમ “ગ્રંથસાગર' છે.”૨૮ મહાભારતનો મહિમા સમજાવતાં ગાંધીજીએ પણ કહ્યું છે કે, “મહાભારતને કોઈ ઉપમા આપવી હોય તો તે ગણ્યાગાંઠ્યાં Page #52 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મ અને તેનાં શાસ્ત્રો 41 સુંદર જવાહિરોવાળી કોઈ તિજોરીની સાથે ન આપી શકાય, પણ કોઈ અખૂટ ખાણ સાથે જ સરખાવી શકાય કે જેને જેમ જેમ ઊંડે ખોદીએ તેમ તેમ તેમાંથી કીમતી જવાહિર નીકળતાં જાય.૨૯ ભગવદ્ગીતા : મહાભારતમાં તરત ધ્યાન ખેંચતાં રત્નોમાં ભગવદ્ગીતા સર્વશ્રેષ્ઠ છે, ભગવદ્ગીતા એ મહાભારતના ભીષ્મપર્વનો એક ભાગ છે. સંસ્કૃત સાહિત્યનું એ સર્વથી અધિક લોકપ્રિય ધર્મકાવ્ય છે. વિલિયમ ફોન હબોલ્ટે કહ્યું છે, “જગતની કોઈ પણ જાણીતી ભાષામાં એનાથી અધિક સુંદર તત્ત્વચિંતનવાળું કાવ્ય બીજું નથી; અથવા કહો કે જગતમાં ખરેખરું તત્ત્વચિંતનવાળું એ એક જ કાવ્ય છે, ને એનો જોટો ક્યાંયે શોધ્યો જડે એમ નથી.”૩૦ ગીતાના ઉપદેશનું મૂળ ઉપનિષદો છે. પરંતુ ડૉ. રાધાકૃષ્ણન્ કહે છે તેમ ગીતાકારે જોયું કે માણસોનાં મનમાં નર્યા તર્કને વિશે ઉમળકો કે ઉત્સાહ ઉપજાવવાનો પ્રયાસ નકામો છે. એટલે એમણે મુખ્ય આધાર તો ઉપનિષદોનો લીધો, પણ એમાં ઉપાસના, ભક્તિ કે પ્રપત્તિના જે અંશો હતા તેને બહાર ખેંચી કાઢ્યા; અને તેની સાથે લોકપ્રિય દેવકથાઓ ને રાષ્ટ્રીય કલ્પનાની મેળવણી કરી. તેને એકરસ બનાવી, તેમાંથી જીવનનું એક અખંડદર્શન ઉપજાવ્યું.”૩૫ ગીતાનો ઉપદેશ એટલો બધો સાર્વત્રિક છે કે તે સર્વ પ્રકારના સાધકોને સર્વ પ્રકારની પરિસ્થિતિમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડી શકે છે. આથી જ ગાંધીજીએ ગીતાને “કામધેનુ'ની ઉપમા આપી છે અને કહ્યું છે કે મુશ્કેલીઓ અને મૂંઝવણોના સેંકડો પ્રસંગોએ પોતાને ગીતામાંથી માર્ગદર્શન મળી રહ્યું છે. ગીતાએ તેમને આ અંગે નિરાશ કર્યા હોય તેવો એક પણ પ્રસંગ નથી એમ જણાવતી વખતે ગાંધીજીએ સાથે સાથે એવી સ્પષ્ટતા પણ કરી છે કે આ “કામધેનુ' પાસેથી કીમતી દૂધ મેળવવા માટે તેના ભક્તિભાવપૂર્વકના અધ્યયનની આવશ્યકતા છે. 4. પુરાણો : ઇતિહાસોની જેમ પુરાણો પણ બહુજનસમુદાય માટેનાં લોકભોગ્ય શાસ્ત્રો છે. ઇતિહાસોનું મુખ્ય લક્ષ્ય નૈતિક બોધ છે, જ્યારે પુરાણોમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું પ્રાધાન્ય છે. આમ, ઇતિહાસો અને પુરાણો દ્વારા જ્ઞાન, ભક્તિ, નીતિ અને વૈરાગ્ય એ ધાર્મિક જીવનનાં ચારે અંગોનો ઉપદેશ મળી રહેતો હોઈ, તેમના સમૂહને “પાંચમો વેદ' (પંચમો વેદ) કહેવામાં આવે છે. | મુખ્ય પુરાણો અઢાર છે. ઉપ-પુરાણોની સંખ્યા પણ એટલી જ છે. સ્કંદપુરાણમાં ગણાવવામાં આવેલાં અઢાર મુખ્ય પુરાણોનાં નામ આ પ્રમાણે છે : 1. બ્રહ્મપુરણ, 2. પદ્મપુરાણ, 3. વિષ્ણુપુરાણ, 4, શિવપુરાણ, 5. ભાગવતપુરાણ, 6. ભવિષ્યપુરાણ, 7. નારદપુરાણ, 8, માર્કંડેયપુરાણ, 9, અગ્નિપુરાણ, 10. બ્રહ્મવૈવર્તપુરાણ, 11. લિંગપુરાણ, 12. વરાહપુરાણ, 13. સ્કન્દપુરાણ, 14. વામન પુરાણ, 15. કુર્મપુરાણ, 16. મત્સ્યપુરાણ, 17. ગરુડપુરાણ અને 18. બ્રહ્માંડપુરાણ આ બધાં પુરાણોમાં શ્રીમદ્ ભાગવતપુરાણ સૌથી વધારે પ્રચલિત છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ 42 જગતના વિદ્યમાન ધર્મો સગાંસંબંધીઓ અને મિત્રમંડળોને તેડાવીને હિન્દુઓ અવારનવાર તેનું “સપ્તાહ (સાત દિવસ ચાલતું ભાગવતનું પારાયણ કે તેની કથા) ઉજવે છે. ભાગવતના ઉપદેશનો થોડો આસ્વાદ લઈએ. 1. “સર્વ ભૂત (પ્રાણી)માત્રમાં જે ભગવાનનું સ્વરૂપ જુએ છે, અને ભગવાનમાં જે ભૂતમાત્રને જુએ છે એ ઉત્તમ ભાગવત (ભગવાનનો ભક્ત) જાણવો, ઈશ્વર, ઈશ્વરને આધીન એવા ભક્તો, અજ્ઞાનીઓ અને શત્રુઓ—એઓ પ્રત્યે જે (ક્રમવાર) પ્રેમ, મૈત્રી, દયા અને ઉપેક્ષાની ભાવના રાખે છે એ મધ્યમ ભાગવત, અને જે શ્રદ્ધા વડે માત્ર મૂર્તિમાં જ ભગવાનની પૂજા કરે છે–એના ભક્તોમાં નહિ, અને અન્ય પ્રાણીમાત્રમાં પણ નહિ- એ પ્રાકૃત (સાધારણ, કનિષ્ઠ) ભાગવત લેખાય છે.”૩૪ 2. “બ્રાહ્મણ ગમે તેવો વિદ્વાન હોય પણ તે જો દીનજનોની ઉપેક્ષા કરે તો એની વિદ્યા સરી જાય છે-ભાંગેલા વાસણમાંથી પાણી સરી જાય તેમ.”૩૫ 3. રત્તિદેવે કહ્યું: “હું ઈશ્વર પાસે અષ્ટ મહાસિદ્ધિવાળી એવી પરમગતિ અથવા તો ફરી જન્મ નહિ એવો મોક્ષ માગતો નથી; સર્વ દેહધારીઓના અંતરમાં રહીને એમનું દુઃખ હું પામું કે જેથી તેઓ દુઃખમુક્ત થાય. જીવવાની ઇચ્છાવાળા દિન જંતુઓને જળ આપીને જિવાડવાથી મારાં સુધા, તૃષા, મહેનત, થાક, દીનતા, ગ્લાનિ, શોક, વિષાદ, મોહ સઘળાં ટળી ગયાં છે.”૩૬ 4. “કાયા વડે, વાણી પડે, મન વડે, ઇન્દ્રિયો વડે, બુદ્ધિ વડે, આત્મા વડે, વા અનુત સ્વભાવ વડે જે જે કર્મો કરે છે તે સઘળાં પરમ નારાયણને સમર્પણ કરવાં.”૩૭ 5. “મોક્ષના અધિપતિરૂપ ભગવાન હરિમાં જેની ભક્તિ છે એવા અમૃતના સાગરમાં રમનારાને નાનાં ખાબોચિયાંનાં પાણીનું શું કામ ?"38 5. આગમો : સ્માર્ટ હિન્દુઓ (હિન્દુ ધર્મના કોઈ પેટાસંપ્રદાયમાં નહિ માનનાર પણ માત્ર સ્મૃતિના ધર્મને પાળનાર એવા હિન્દુઓ) 1. શિવ, 2. વિષ્ણુ, 3. સૂર્ય, 4. ગણપતિ અને 5. શક્તિ (માતાજી) એ “પાંચ દેવનાં આયતન કહેતાં રહેઠાણ, સ્થાન વા મૂર્તિ એની પૂજા કરે છે. દેવ એ જ છે, પણ તે પાંચ રહેઠાણમાં પ્રકટ થઈ પાંચ જુદાં જુદાં નામ પામે છે; તેથી તે પંચદેવ ન કહેવાતાં “પંચ આયતન કહેવાય છે.”૩૯ આ પાંચ આયતનોમાંના કોઈપણ એકને પરબ્રહ્મ કે પરમાત્મા તરીકે કલ્પીને તેની ભક્તિ અને ઉપાસનાનો વિધિ દર્શાવનાર શાસ્ત્રોને આગમો કહે છે. આમ, હિન્દુ ધર્મમાં પાંચ પ્રકારમાં વહેંચી શકાય એવા અનેક આગમો રચાયા છે : 1. શૈવ આગમો, 2. વૈષ્ણવ આગમો, કે પાંચરાત્ર સંહિતાઓ, 3. સૌર આગમો, 4. ગાણપત્ય આગમો અને પ. શાક્ત આગમો કે તંત્રો. શિવ, વિષ્ણુ, સૂર્ય, ગણપતિ અને શક્તિના ઉપાસકો.૪૦ પોતપોતાના સંપ્રદાયના આગમોને વેદ અને ઉપનિષદ જેટલા જ પ્રમાણભૂત માને છે. તેમના મત પ્રમાણે, “જૂનું વેદસાહિત્ય કર્મકાંડ દ્વારા Page #54 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મ અને તેનાં શાસ્ત્રો 43 માત્ર સ્વર્ગાદિ ભોગનાં સાધનોનું સ્વરૂપ સમજાવે છે, અથવા જ્ઞાનકાંડ દ્વારા કેવળ મોક્ષનું સ્વરૂપ અને સાધન દર્શાવે છે. પંરતુ પાંચમું આગમસાહિત્ય ભોગ અને મોક્ષની એકવાક્યતા કરી ક્રમપૂર્વક વ્યવહારસુખ અને પરમાર્થસુખ આપી શકે છે.”૪૧ 6. દર્શનગ્રંથોઃ જગત, જીવ અને ઈશ્વરનાં સ્વરૂપ અને તેમના એક બીજા સાથેના સંબંધ અંગેની તાત્ત્વિક વિચારસરણીને હિન્દુ ધર્મમાં દર્શન કહે છે. આવાં દર્શનો જ છે. તેથી તેમને “ષદર્શન' એવું નામ અપાયું છે. પદર્શનમાંનું પ્રત્યેક દર્શન વેદ અને ઉપનિષને પ્રમાણભૂત માને છે, પણ તેમના સિદ્ધાંતોની સમજૂતી પોતપોતાની રીતે તર્ક લડાવીને આપે છે. પ્રત્યેક દર્શનના રચયિતાએ તે દર્શનના સૂત્રગ્રંથની રચના કરી છે. આ સૂત્ર પર અનેકાનેક ભાષ્યો, ટીકાઓ અને પરિટીકાઓ લખાયાં છે અને એ રીતે પ્રત્યેક દર્શનને લગતું વિપુલ દાર્શનિક સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું છે. પદર્શનોનાં નામ અનેતેમનાં મુખ્ય પ્રતિપાદનો નીચે પ્રમાણે છે : 1. વૈશેષિક દર્શન : વૈશેષિક સૂત્રની રચના મહર્ષિ કણાદે કરેલી છે. વૈશેષિક દર્શને આપણા અનુભવમાં આવતા તમામ વિષયોને “સાત પદાર્થોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિએ વર્ગીકૃત કર્યા છે અને એવો પરમાણુવાદી મત સ્થાપ્યો છે કે આપણા શરીર સહિતના આ જગતના તમામ ભૌતિક પદાર્થો પૃથ્વી, જળ, તેજ અને વાયુના પરમાણુઓના આકાશમાં થયેલા સંયોજનથી બનેલા છે. આમ, આપણું શરીર પંચભૂતનું બનેલું છે અને આપણું મન તેમજ આત્મા તેનાથી ભિન્ન છે એ વૈશેષિક દર્શનનો તત્ત્વબોધ છે. 2. ન્યાયદર્શનઃ મહર્ષિ ગૌતમ ન્યાયસૂત્રના રચયિતા છે. ન્યાયદર્શનમાં જ્ઞાન મેળવવાનાં સાધનો (પ્રમાણે)નો વિચાર વિશેષરૂપે થયેલો છે. આમ, ન્યાયદર્શન એ ભારતીય તર્કશાસ્ત્ર અને જ્ઞાનમીમાંસા છે. આ ઉપરાંત, પરમાણુઓમાંથી આ સૃષ્ટિની રચના કરનાર ઈશ્વરનું અસ્તિત્વ સાબિત કરવાનો પ્રયત્ન પણ ન્યાયદર્શનમાં કરવામાં આવ્યો છે. 3. સાંખ્યદર્શન સાંખ્યદર્શનના રચયિતા કપિલમુનિ હોવાનું મનાય છે; જોકે ઈશ્વરકૃષ્ણની સાંખ્ય-કારિકા એ સાંખ્યદર્શનનો સૌથી પ્રાચીન સુલભ ગ્રંથ છે. સાંખ્યદર્શનના મત પ્રમાણે આપણા શરીર સહિતના આ જગતના બધા પદાર્થ 1. સત્ત્વ, 2. રજસ્ અને 3. તમસ એ ત્રણ ગુણો ધરાવતી જડ પ્રકૃતિમાંથી બનેલા છે. આપણું શરીર પંચભૂતનું બનેલું છે એ વૈશેષિક દર્શનનો મત સાંખ્યદર્શનને માન્ય છે, પણ વિશેષમાં સાંખ્યદર્શનને એમ કહેવાનું છે કે આપણું શરીર તેમજ મન વત્તાઓછા પ્રમાણમાં સત્ત્વગુણી, રજોગુણી અને તમોગુણી હોય છે, અને તેને પરિણામે તે સુખ, દુઃખ અને મોહનો અનુભવ કરે છે. આપણા સ્વભાવને વધારે ને વધારે સત્ત્વગુણી બનાવવો અને આખરે ત્રિગુણાતીત એવા શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરવો એ સાંખ્યના મતે જીવનનું પરમ ધ્યેય છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ 44 જગતના વિદ્યમાન ધર્મો 4. યોગદર્શનઃ મહર્ષિ પતંજલિએ યોગસૂત્રની રચના કરેલી છે. સાંખ્યદર્શને ત્રિગુણાત્મક શરીર અને મનથી શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્મા જુદો છે એમ જણાવી આત્માઅનાત્માના વિવેકને જીવનધ્યેય ગણાવ્યું. આ ધ્યેયને પામવાની પદ્ધતિ યોગદર્શનમાં બતાવવામાં આવી છે. આ પદ્ધતિ 1. યમ, 2. નિયમ, 3. આસન, 4. પ્રાણાયામ, 5. પ્રત્યાહાર, 6. ધારણા, 7, ધ્યાન અને 8. સમાધિ એ આઠ અંગવાળી હોવાથી તે “અષ્ટાંગ યોગ' તરીકે સુવિખ્યાત છે. જેમને સમાધિ સુધી પહોંચી આત્મસાક્ષાત્કાર કરવો ન હોય તેવા લોકોને પણ શરીર અને મનના સ્વાથ્ય માટે યોગનાં પ્રથમ પાંચ અંગ ખૂબ જ ઉપયોગી છે એ વાતનો સ્વીકાર આધુનિક વિજ્ઞાનીઓ પણ કરતા થયા છે. યોગની આ ઉપયોગિતાને લીધે યુરોપ અને અમેરિકાના ભૌતિક દૃષ્ટિએ ખૂબ આગળ વધેલા દેશોમાં પણ યોગશિક્ષણનો પ્રચાર વધતો જાય છે અને તે અંગેનાં વૈજ્ઞાનિક સંશોધનો વધારે ને વધારે વેગ પકડી રહ્યાં છે. પ. પૂર્વમીમાંસા દર્શન : જૈમિની ઋષિએ પૂર્વમીમાંસા સૂત્રની રચના કરેલી છે. વેદના બ્રાહ્મણ વિભાગમાં આવતી યજ્ઞયાગાદિ ક્રિયાઓને લગતા તેમજ બીજા વિધિનિષેધો સમજાવીને કર્મકાંડ તેમજ નીતિધર્મનું પ્રતિપાદન કરવું એ પૂર્વમીમાંસા દર્શનનું મુખ્ય પ્રયોજન છે. આથી આ દર્શનને કર્મમીમાંસા' તેમજ “ધર્મમીમાંસા'ને નામે પણ ઓળખવામાં આવે છે. આત્મા અને પરમાત્માનાં જ્ઞાન અને ભક્તિનો અધિકાર ધર્મનું આચરણ કર્યા પછી જ મળતો હોઈ, ધર્મમીમાંસાનું ‘પૂર્વમીમાંસા' નામ સાર્થક છે. 6. ઉત્તરમીમાંસા દર્શન : આ દર્શનના સૂત્રકાર બાદરાયણ વ્યાસ છે. “ધર્મમીમાંસા'માં ઉપદેશેલો ધર્મ જીવનમાં ઉતાર્યા પછી આત્મા અને પરમાત્માનાં સ્વરૂપ અને સંબંધ અંગે વિચાર થઈ શકે છે તેથી આ દર્શનનું “ઉત્તરમીમાંસા' એવું નામ સાર્થક છે. ઉત્તરમીમાંસાને “બ્રહ્મમીમાંસા' અને “વેદાન્તને નામે પણ ઓળખવામાં આવે છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય વગેરે વેદાંતના આચાર્યોએ પોતપોતાનું વેદાન્તદર્શન આપીને આત્મા અને પરમાત્માનાં સ્વરૂપ અને સંબંધ અંગેના વિચારોનું પ્રતિપાદન કરેલું છે. આમ, વેદાંતના આચાર્યો અનેક છે અને તેથી વેદાંતદર્શનો પણ અનેક છે. આ પછીના પ્રકરણમાં હિન્દુ ધર્મની તાત્ત્વિક માન્યતાનું નિરૂપણ કરતી વખતે આપણે વેદાન્તના વિવિધ આચાર્યોના મતની સ્પષ્ટતા કરીશું. | 7. સંતવાણીઃ છ પ્રકારનાં હિન્દુ ધર્મશાસ્ત્રોની આપણે અત્યાર સુધીમાં ઝાંખી કરી. આ બધાં શાસ્ત્રોને સંખ્યાની તેમજ વાસ્તવિક ધાર્મિક જીવન પરની પ્રભાવકતાની દષ્ટિએ ઝાંખા પાડી દે એટલું બધું વિપુલ અને પ્રભાવક ધાર્મિક સાહિત્ય હિન્દુ ધર્મના સંતપુરુષોએ રચેલું છે. અત્યાર સુધીમાં ગણાવેલા બધા શાસ્ત્રગ્રંથો સંસ્કૃત ભાષામાં છે અને તેથી તેમના વાચન માટે કાં તો પંડિત પાસે કથા કરાવવી પડે અથવા Page #56 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મ અને તેનાં શાસ્ત્રો 45 કેવળ અનુવાદથી ચલાવી લેવું પડે. આથી ઊલટું, વચનામૃતો રૂપે, આખ્યાનો રૂપે કે ભજનો રૂપે મળતી સંતવાણી લોકભાષામાં જ હોય છે અને તેથી લોકોને તેમાંથી ધાર્મિક જીવનને લગતું માર્ગદર્શન અને પ્રેરણા સરળતાથી મળી રહે છે. આ ઉપરાંત સંતોની વાણી જે તે જમાનાની વાણી હોય છે તેમજ તેમાં જીવનના અનુભવનો સાચો અર્ક હોય છે. આને લીધે પણ સંતોની વાણી પરોક્ષ શાસ્ત્રોના ઉપદેશ કરતાં વધારે પ્રસ્તુત અને ચોટદાર બની રહે છે. આથી જ હિન્દુ ધર્મમાં જુદા જુદા પ્રાંતોની લોકભાષામાં લખાયેલી સંતોની અનુભવવાણીને સંસ્કૃતમાં લખાયેલા બીજા શાસ્ત્રગ્રંથો જેટલી જ પવિત્ર અને પ્રમાણભૂત ગણવામાં આવે છે. ભારતવર્ષના પ્રાંતે પ્રાંતે થઈ ગયેલા, સંતવાણીરૂપ શાસ્ત્રોના રચયિતા સંતપુરુષોમાં રામાનંદ, કબીર, નાનક, દાદુ, તુલસીદાસ, સુરદાસ, જ્ઞાનદેવ, નામદેવ, તુકારામ, રામદાસ, અખો, નરસિંહ મહેતા, મીરાંબાઈ, શ્રી સ્વામિનારાયણ, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, રમણ મહર્ષિ, શ્રી અરવિંદ અને વિનોબા ભાવેનાં નામો ઇતિહાસપ્રસિદ્ધ છે. ઉપર્યુક્ત સંતોનાં વચનામૃતો, કથામૃતો, ઉપનિષદૂ, ગીતા, ભાગવત વગેરે પરનાં પ્રવચનો તેમજ ભજનોમાંથી અનેક હિન્દુ સાધકોને ઉત્તમોત્તમ ધાર્મિક જીવન માટેની પ્રેરણા અને માર્ગદર્શન મળી રહે છે એ હકીકતને અનુલક્ષીને પ્રો. મહાદેવને યથાર્થ જ લખ્યું છે કે “જો હિન્દુ ધર્મના હાર્દભૂત સિદ્ધાંતોએ આ વિશાળ દેશના છેલ્લામાં છેલ્લા અને નીચામાં નીચા માણસના ઘરની અંદર ઉખેડી ન શકાય એટલી ઊંડી જડ ઘાલી હોય તો તેમાં લોકોની ભાષામાં લખાયેલાં ભક્તિપ્રધાન કાવ્યો (ભજનો)નો ફાળો નાનોસૂનો નથી.” આ બધાં વચનામૃતો અને ભજનોને “વેદ”ને નામે ઓળખી શકાય. “કારણ કે શું વેદે પોતે જ એવી ઘોષણા નથી કરી કે વેદો ઘણા છે, અનંત છે (નંતા વૈ વેવાદ) 242 Page #57 -------------------------------------------------------------------------- ________________ 46 જગતના વિદ્યમાન ધર્મો સંદર્ભસૂચિ 1. રાધાકૃષ્ણનું, હિન્દુ ધર્મ, પૃ.૧૫૭ 2. E. B. Havell, The History of Aryan Rule in India, P. 900 (Quoted by T.M.P. Mahadevan, Outlines of Hinduism P.93) 3. આનંદશંકર બા. ધ્રુવ, હિંદ વેદ ધર્મ, પૃ. 5 4. રાધાકૃષ્ણનું હિંદુ ધર્મ, પૃ. 161 5. એજન, પૃ. 154 6. હરિજન, જાન્યુઆરી, 30, 137 7. ઋગ્વદ, 1:164: 46 8. મૈત્રી ઉપનિષદ, 4: 5 9. ગીતા, 4 : 11 10. શિવમહિમ્નસ્તોત્ર 99. T.M.P. Mahadevan, Outlines of Hinduism, P.22. 12. આનંદશંકર બા. ધ્રુવ, ધર્મવર્ણન, પૃ. 1 43. R. E. Hume, The World's Living Religion, P. 22. 14. આનંદશંકર બા. ધ્રુવ, ધર્મવર્ણન, પૃ. 13-22 15. એજન, પૃ. 23-26 16. Radhakrishnan and C. A. Moore (editors), A Source Book in Indian Philosophy, P. 30 17. તાજેતર ઉપનિષદ્ 3 : 6 18. બૃહદારણ્યક ઉપનિષદું, 3 : 7 : 15 19. એજન, 4 : 5 : 6 20. મુન્ડક ઉપનિષદું, 3 : 2 : 3-4 21. તૈત્તિરીય ઉપનિષ૬, 2 : 4 22. આનંદશંકર બા. ધ્રુવ, હિંદુ વેદ ધર્મ, પૃ. 12 Page #58 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મ અને તેનાં શાસ્ત્રો 47 23. આનંદશંકર બા. ધ્રુવ, ધર્મવર્ણન, પૃ. 37 24. એજન, પૃ. 40 25. એજન, પૃ. 37-41 26. એજન, 49-50 27. એજન, પૃ. 50-51 28. જ્ઞાનગંગોત્રી શ્રેણી-૧૭, સાહિત્યદર્શન (ભારતીય-૨), પૃ. 64 29. ગાંધીજી, યરવડાના અનુભવ (બીજી આવૃત્તિ), પૃ. 71 રાધાકૃષ્ણનું, ગીતાદર્શન, પૃ. 17-18 31. એજન, પૃ. 22 32. M. K. Gandhi, Hindu Dharma, P. 41. J. N. Sinha, The Foundations of Hinduism, 445291 iv આનંદશંકર બા. ધ્રુવ, ધર્મવર્ણન, પૃ. 75-76 એજન, પૃ. 76 , આનંદશંકર બા. ધ્રુવ, હિંદુ વેદ ધર્મ, પૃ. 262 એજન, પૃ. 262 38. એજન, પૃ. 263 એજન, પૃ. 276 T.M.P. Mahadevan, Outlines of Hinduism 4452131 viii નર્મદાશંકર દે. મહેતા, શાક્ત સંપ્રદાય (બીજી આવૃત્તિ), પૃ. 25 82. T.M.P. Mahadevan, Outlines of Hinduism, P. 36 34. 41. Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૪ હિન્દુ ધર્મના તાત્વિક સિદ્ધાંતો - જયેન્દ્રકુમાર યાજ્ઞિક 1. પરમાત્માનું કે ઈશ્વરનું સ્વરૂપઃ હિન્દુ ધર્મમાં પરમાત્માનાં બે સ્વરૂપ સ્વીકારવામાં આવ્યાં છે : ૧.સગુણ અને ૨.નિર્ગુણ. આ બંને સ્વરૂપ એક જ પરમાત્માનાં છે અને તેથી પરમાત્માના સ્વરૂપનો સંપૂર્ણ ખ્યાલ મેળવવા માટે આ બંને વિષે સ્પષ્ટતા કરવાની આવશ્યક્તા છે. 1. પરમાત્માનું સગુણ સ્વરૂપઃ પરમાત્માના સગુણ સ્વરૂપનું નામ “ભગવાન” છે. ભગવાન એટલે પરમ પવિત્ર અને ઐશ્વર્યવાન. એનાં ઐશ્વર્યોનું સંક્ષેપમાં વર્ણન કરવું હોય તો કહી શકાય કે તે સર્વશક્તિમાન છે, સર્વવ્યાપી છે અને સર્વજ્ઞ છે. પરમાત્મા સર્વશક્તિમાન છે એમ કહેવાનો માત્ર એટલો જ અર્થ નથી કે તેની શક્તિને કોઈ મર્યાદા નથી. પરમાત્માના સર્વશક્તિમાનપણાનો અર્થ એવો પણ થાય છે કે આ જગતમાં જ્યાં જ્યાં જે જે પ્રકારની શક્તિ દેખાય છે તે બધી પરમાત્માની જ છે. આથી જ પરમાત્મા કે પુરુષોત્તમ ગીતામાં સ્પષ્ટ કહે છે કે, જે કોઈ સત્ત્વમાં કાંઈ લક્ષ્મી,વીર્ય, વિભૂતિ વા, જાણ તે સઘળું મારા તેજના અંશથી થયું." સર્વશક્તિમાન હોવા ઉપરાંત પરમાત્મા સર્વવ્યાપી છે. અર્થાત્ તે સર્વનો અંતર્યામી અને નિયામક છે. ગીતાકારના શબ્દોમાં કહીએ તો, પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિથી હું પ્રાણીઓને ધારણ કરું છું, અને રસો ઉત્પન્ન કરનાર ચન્દ્ર થઈ બધી વનસ્પતિઓનું પોષણ કરું છું. જઠરાગ્નિ બની પ્રાણીઓના દેહનો આશ્રય લઈ હું પ્રાણ અને અપાન વાયુ વડે ચારે પ્રકારનું અન્ન પચાવું છું. હું બધાંના હૃદયને વિષે રહેલો છું.” સર્વશક્તિમાન, સર્વાન્તર્યામી અને સર્વનિયામક પરમાત્મા સર્વજ્ઞ તો હોવા જ જોઈએ, કારણ કે જે સર્વજ્ઞ ન હોય તે સર્વના અંતરમાં રહીને સર્વનું નિયમન કેવી રીતે કરી શકે? સર્વશક્તિમાન, સર્વવ્યાપી અને સર્વજ્ઞ પરમાત્મા તમામ મૂલ્યોનું અધિષ્ઠાન છે. એટલે કે સત્યમ્, શિવમ્ અને સુંદરમ્ જેવા ગુણો તેનામાં પરિપૂર્ણ Page #60 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતો 49 માત્રામાં રહેલા છે. રામાનુજાચાર્યે એમના “શ્રીભાષ્યમાં એ મતનું ખાસ પ્રતિપાદન કર્યું છે કે “પરમાત્મા તમામ અપૂર્ણતાઓથી મુક્ત છે અને તેનામાં તમામ કલ્યાણકારી ગુણો રહેલા છે.” અનંત કલ્યાણકારી ગુણોયુક્ત સંપૂર્ણ વ્યક્તિત્વ ધરાવનાર પરમાત્મા આ જગતનાં ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ છે. જગતના સર્જક તરીકે પરમાત્મા બ્રહ્મા’ને નામે, જગતના પાલનહાર તરીકે પરમાત્મા “વિષ્ણુને નામે અને જગતનો પ્રલય કરનાર તરીકે પરમાત્મા “મહેશ’ને નામે ઓળખાય છે. આમ, 1. બ્રહ્મા, 2. વિષ્ણુ અને 3. મહેશ એ “ત્રિમૂર્તિ એક જ પરમાત્માનાં ત્રણ જુદા જુદાં કાર્યોને અનુલક્ષીને અપાયેલાં નામ છે. વિષ્ણુપુરાણ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે “ભગવાન જનાર્દન તો એક જ છે. તે સૃષ્ટિનું સર્જન કરતાં બ્રહ્મા, પાલન કરતાં વિષ્ણુ અને નાશ કરતાં શિવ નામ ધારણ કરે છે.૪ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ નામો અનુક્રમે પરમાત્માની રજોગુણપ્રધાન સર્જકશક્તિ, સત્ત્વગુણપ્રધાન પોષકશક્તિ અને તમોગુણપ્રધાન સંહારકશક્તિનાં સૂચક છે. સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણ ધરાવનાર પરમાત્માની શક્તિને માયા કે પ્રકૃતિને નામે પણ ઓળખવામાં આવે છે. શ્વેતાશ્વેતર ઉપનિષદ કહે છે કે “માયાને તું જગતના કારણરૂપ પ્રકૃતિ જાણ, અને માયાશક્તિવાળા પરમાત્માને મહેશ્વર જાણ. તે મહેશ્વરના અવયવો વડે જ આ સમગ્ર જગત વ્યાપ્ત છે. આથી હિન્દુ ધર્મમાં એમ પણ કહેવામાં આવે છે કે પરમાત્માની માયા એ આ જગતનું કારણ છે. આમ, કેટલીક વાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રિમૂર્તિની ભાષામાં તો કેટલીક વાર માયા કે પ્રકૃતિની ભાષામાં આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનો ખુલાસો કરવામાં આવે છે. પણ આ બંને પ્રકારની ભાષાનો અર્થ એક જ થાય છે અને તે એ કે પરમાત્મા એક જ છે અને તે એક પરમાત્માને કારણે જ આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય શક્ય બને છે. ગીતાકારના શબ્દોમાં “આખા જગતનાં ઉત્પત્તિ અને લયનું કારણ હું છું. હે ધનંજય ! મારા કરતાં પર એવું બીજું કંઈ નથી. જેમ સૂત્રમાં મણકા પરોવાયેલા હોય છે તેમ આ બધું (વિશ્વ) મારામાં પરોવાયેલું છે.” હેતુવાદઃ અહીં સ્વાભાવિક રીતે એ પ્રશ્ન ઉદ્ભવે છે કે પરમાત્મા સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કાર્ય શા માટે કરે છે? પરમાત્મા નિત્યતૃપ્ત અને પરિપૂર્ણ તત્ત્વ છે અને તેથી સૃષ્ટિને લગતી પરમાત્માની પ્રવૃત્તિઓ તેમના પોતાના સ્વાર્થ માટે હોઈ શકે જ નહિ. આ મુદ્દાની સમજૂતી આપતાં શ્રી સ્વામિનારાયણે લખ્યું છે કે એવા જે ભગવાન તેને આ જગતની ઉત્પત્તિ અને સ્થિતિનું કરવું છે તે કાંઈ પોતાને અર્થે નથી, કાં જે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે "बुद्धिन्द्रियमनःप्राणान् जनानामसृजत्प्रभुः / मात्रार्थं च भवार्थं च ह्यात्मनेऽकल्पनाय च // " Page #61 -------------------------------------------------------------------------- ________________ 5O જગતના વિદ્યમાન ધર્મો આ શ્લોકમાં એમ કહ્યું છે જે “સર્વે જનનાં બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણ તેને ભગવાન જે તે સૂજતા હવા તે જીવને વિષય ભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જવાને અર્થે તથા મોક્ષને અર્થે સૃજ્યાં છે. માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને સ્થિતિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને લય કરે છે તે પણ જીવને અર્થે કરે છે, કાં જે નાના પ્રકારની સંસ્કૃતિએ કરીને થાક્યા જે જીવ તેના વિશ્રામને અર્થે લય કરે છે.”૭ : જીવોનું કલ્યાણ એ પરમાત્માની જગતને લગતી પ્રવૃત્તિઓનો હેતુ હોઈ, હેતુવાદ એ હિન્દુ ધર્મનો જગત અંગેનો સિદ્ધાંત છે. હેતુવાદ ઉપરાંત જગત અંગેના હિન્દુ સિદ્ધાંતને ઘણીવાર માયાવાદ કે લીલાવાદ તરીકે પણ સમજાવવામાં આવે છે. માયાવાદ : પરમાત્મા પોતાની ત્રિગુણાત્મક પ્રકૃતિ કે માયામાંથી જગતનું સર્જન વગેરે પ્રવૃત્તિઓ કરે છે અને એ પ્રવૃત્તિઓને તેમના પોતાના સ્વાર્થ કે સ્વરૂપ સાથે કશો સંબંધ નથી. તેથી એમ કહી શકાય કે આ જગત એ પરમાત્માની માયા છે. આ થયો માયાવાદ. (માયાના બે અર્થ છે : 1. પરમાત્માની શક્તિ અને 2. અંતિમ તાત્ત્વિક દૃષ્ટિએ મિથ્યા. આ જગત પરમાત્માની માયાશક્તિને આભારી છે અને પરમાત્મા માટે તેનું કોઈ અંતિમ મૂલ્ય નથી એમ જણાવતો માયાવાદ માયા શબ્દના આ બંને અર્થને આવરી લે છે.) શંકરાચાર્ય માયાવાદના સુવિખ્યાત પ્રતિપાદક છે. લીલાવાદ : હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે પરમાત્માને આ જગતને લગતી પ્રવૃત્તિઓ કરીને કોઈ સ્વાર્થ સિદ્ધ કરવાનો નથી. આમ છતાં પરમાત્મા આ પ્રવૃત્તિઓ કરે છે અને એ દ્વારા પણ પોતાના સ્વાભાવિક આનંદને મેળવે છે. કોઈ પણ ઊણપ પૂરી કરવાનું કે સ્વાર્થ સાધવાનું જેનું પ્રયોજન ન હોય તેવી આનંદદાયક પ્રવૃત્તિનું માનવજીવનમાંથી કોઈ સરસ ઉદાહરણ મળી શકે છે? એ પ્રશ્નનો વિચાર કરતાં હિન્દુ ધર્મતત્ત્વમીમાંસકોને એમ લાગ્યું છે કે રમત એ આ પ્રકારની પ્રવૃત્તિનું સુંદર ઉદાહરણ છે. આથી તેમણે લીલા (રમત) વાદ રજૂ કર્યો. લીલાવાદીની દૃષ્ટિએ આ જગત એ પરમાત્માની લીલા કે આનંદાભિવ્યક્તિ છે. લીલાવાદી વિચારણાનાં બીજ ઉપનિષદોમાં છે. રામાનુજાચાર્ય જેવા વેદાંતના આચાર્યોએ અને શ્રી અરવિંદ જેવા આધુનિક વિચારકોએ લીલાવાદનું વધારે સ્પષ્ટ રીતે પ્રતિપાદન કરેલું છે. ત્રણ વાદ વચ્ચે વિરોધનો અભાવ : હેતુવાદ, માયાવાદ અને લીલાવાદની ઉપર્યુક્ત સમજૂતી પરથી સ્પષષ્ટ થશે કે જગત અંગેના હિન્દુધર્મમાં પ્રચલિત આ ત્રણ સિદ્ધાંતો એકબીજાના બાધક નથી. પરમાત્માની પોતાની દૃષ્ટિએ વિચારીએ તો આ જગત એમની આખરે નહિ ટકનારી માયા છે અથવા તો આનંદાભિવ્યક્તિરૂપ લીલા છે અને આ બધી લીલાઓ આખરે નહિ ટકનારી માયા હોઈ, લીલાવાદ અને માયાવદ વચ્ચે વિરોધ નથી. જગતના જીવોની દૃષ્ટિએ વિચારીએ તો પરમાત્માની માયારૂપ કે લીલારૂપ આ જગત તેમના ભોગ અને મોક્ષ માટેની પ્રવૃત્તિઓનો તખ્તો પૂરો પાડે Page #62 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતો 51 છે અને તેથી તેમની દષ્ટિએ હેતુવાદ જ સાચો સિદ્ધાંત છે. આમ, માયાવાદ અને લીલાવાદ એ પરમાત્માની દૃષ્ટિએ થયેલા જગતના વિચારને લગતા સિદ્ધાંતો છે અને હેતુવાદ એ જીવોની દષ્ટિએ થયેલા જગતના વિચારને લગતો સિદ્ધાંત છે, અને તેથી માયાવાદ તેમજ લીલાવાદ અને હેતુવાદ વચ્ચે પણ કોઈ વિરોધ નથી. કર્મફળપ્રદાતા તરીકે પરમાત્મા: જીવોના કલ્યાણને માટે પરમાત્મા જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની ક્રિયામાં પ્રવૃત્ત થાય છે અને તેથી સ્વાભાવિક રીતે તે પરમાત્મા આ જગતના નિરંકુશ રાજાધિરાજ તરીકે નહિ પણ નૈતિક નિયામક તરીકે વર્તે છે. એટલે કે દરેક જીવને પોતાના સ્વતંત્ર કર્મનું યોગ્ય ફળ મળે એ રીતે તે જગતના વ્યવહારનું સંચાલન કરે છે. ન્યાયવૈશેષિક દર્શનના પ્રતિપાદક ઉદ્યોતકર કહે છે તેમ “ઈશ્વર જ સૃષ્ટિ દરમિયાન જ્યારે જે જીવના કર્મનો વિપાકકાળ આવે ત્યારે તે જીવને તે કર્મ અનુસાર ફળ આપે છે.” અવતારનો સિદ્ધાંત : નૈતિક નિયામક અને કર્મફળપ્રદાતા પરમાત્મા જરૂર પડે તો આ જગતમાં અવતાર ધારણ કરે છે. પરમાત્માનો અવતાર ક્યારે અને શા માટે થાય છે એ પ્રશ્નનો ઉત્તર ગીતાના નીચે આપેલા કથનમાંથી મળી રહે છે. - “હે ભારત ! જ્યારે જ્યારે ધર્મ મંદ પડે છે, તથા અધર્મ જોર કરે છે, ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. સાધુઓની રક્ષાને અર્થે અને દુષ્ટોના વિનાશને અર્થે ધર્મનો પુનરુદ્ધાર કરવાને સારુ યુગે યુગે હું જન્મ લઉં છું.” આમ, હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે “જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય, ને અધર્મની વૃદ્ધિ થાય, ત્યારે ત્યારે રામ યા કૃષ્ણ, બુદ્ધ યા ઈસુ જગતમાં ધર્મસંસ્થાપનને સારુ અવતરે છે. આ પુરુષો ઇન્દ્રિયોનો વ્યામોહ તોડી નાખે છે. હૃદયના પ્રેમને માટે દ્વાર ખુલ્લાં કરે છે, ને આપણાં અંતરમાં સત્ય અને ધર્મને માટે અનુરાગ જગાડે છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં કેટલીક વાર દસ તો કેટલીક વાર ચોવીસ અવતારો ગણાવવામાં આવે છે. પરંતુ આનો અર્થ એવો નથી કે પરમાત્માના અવતારોની સંખ્યા આટલી જ છે. ભાગવત સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે “હે બ્રાહ્મણો, સત્યના ભંડારરૂપ એવા હરિના અવતારો અસંખ્ય છે.”૧ૉ જેવી રીતે સંખ્યાની દષ્ટિએ અવતારને કોઈ સીમા નથી તેવી રીતે દેશ, કાળ કે સાંપ્રદાયિક સંકુચિતતાનો પણ અહીં સ્વીકાર નથી. ખ્રિસ્તી ધર્મના પ્રચારાર્થે જ્યારે બિશપ હેબરે શ્રી સ્વામિનારાયણની મુલાકાત લીધી ત્યારે શ્રી સ્વામિનારાયણે તેમને જણાવેલું કે અવતાર અંગે તમારી માન્યતા ગમે તે હોય પણ અમારી માન્યતા એવી છે કે “જુદા જુદા પ્રદેશમાં પરમાત્માના ઘણા અવતારો થયા છે. અર્થાત જેવી રીતે હિન્દુઓમાં અવતાર થયા છે તેવી રીતે ખ્રિસ્તીઓમાં ને મુસલમાનોમાં પણ અવતાર થયા છે.” આમ, અવતારના સિદ્ધાંતમાં હિન્દુ ધર્મે દેશ, કાળ તેમજ ધાર્મિક સંપ્રદાયોને લગતી કોઈ મર્યાદાને સ્થાન આપ્યું નથી. આથી જ ડૉ. રાધાકૃષ્ણને લખ્યું છે કે “જે હિન્દુને પોતાના ધર્મનું કંઈક પણ જ્ઞાન છે તે માનવજાતિના સર્વ સહાયકોને Page #63 -------------------------------------------------------------------------- ________________ પર જગતના વિદ્યમાન ધર્મો નમન કરવા ને પૂજવા તૈયાર રહે છે. તે માને છે કે ઈશ્વરે જેમ ઈસરૂપે અને બુદ્ધરૂપે અવતાર લીધેલા, તેમ તે ગમે તે માણસને રૂપે અવતાર લે એ સંભવિત છે.”૧૩ ગીતાકાર કહે છે કે આ જગતના તમામ નાશવંત પદાર્થો (ક્ષર) અને અમર આત્માઓ (અક્ષર)માં પરમાત્મા વ્યાપેલો હોવા છતાં તે તેમનાથી સંપૂર્ણપણે પર અને નિરાળો છે અને તેથી જ તે પુરુષોત્તમ કહેવાય છે. કાં જે હું ક્ષરથી પાર, અક્ષરથીય ઉત્તમ તેથી હું લોક ને વેદ વર્ણાયો પુરુષોત્તમ.”૧૪ ગીતામાં પરમાત્માના પર કે નિર્ગુણ સ્વરૂપને પુરુષોત્તમને નામે વર્ણવવામાં આવ્યું છે, જ્યારે ઉપનિષદોમાં એને નિર્ગુણ બ્રહ્મને નામે ઓળખવામાં આવ્યું છે. નિર્ગુણ બ્રહ્મનું સ્વરૂપ આપણા લૌકિક અનુભવોથી એટલું બધું નિરાળું, અલૌકિક અને દિવ્ય છે કે ઉપનિષદોના મત પ્રમાણે તેનું વર્ણન આપણી વાણી કે વિચારો વડે થઈ શતું નથી. કેન ઉપનિષદમાં લખ્યું છે કે બ્રહ્મ તે છે કે “જે વાણી વડે વર્ણવી શકાતું નથી પણ જેને લઈને વાણી દ્વારા વર્ણન શક્ય બને છે, જે મન વડે વિચારી શકાતું નથી પણ જેના વડે મન વિચારી શકે છે.”૧૫ આમ, નિર્ગુણ બ્રહ્મ મન અને વાણીથી નહિ પણ સાક્ષાત્કારથી જ જાણી શકાય છે. કઠ ઉપનિષદમાં યમ અને નચિકેતાના સંવાદ દ્વારા એમ સ્પષ્ટ કરવામાં આવ્યું કે “એ પરમાત્માનો સાક્ષાત્કાર (પ્રત્યક્ષ અનુભવ) મન, ઇન્દ્રિયો વગેરે વશ કરીને, સદાચારથી ચાલીને, એનો અનુગ્રહ પ્રાપ્ત કરીને એનું યથાર્થ (સત્ય) જ્ઞાન મેળવીને, થઈ શકે છે." પરમાત્માના સાક્ષાત્કારના અનુભવને આધારે તેમના સ્વરૂપનું વર્ણન કરતાં ઉપનિષદો જણાવે છે કે “એ નેતિ', “નેતિ' અર્થાત “એમ નહિ', “એમ નહિ, એવા શબ્દોથી જ કથાય છે, છતાં એ નિષેધરૂપ-શૂન્ય-ખાલી નથી. એ અનંત સત રૂપ, અનંત ચિત રૂપ, અનંત આનંદરૂપ તત્ત્વ છે.”૧૭ પરમાત્મા અનંત સત્ રૂપ, અનંત ચિત રૂપ, અનંત આનંદરૂપ છે એમ કહેવાનો અર્થ શો ? સત્ એટલે હોવું. પરમાત્મા કાયમ માટે છે જ, તેમની ક્યારેય ઉત્પત્તિ થઈ નથી, ક્યારેય નાશ થવાનો નથી અને તેથી તે અનંત સત્ રૂપ છે. ચિત્ એટલે જ્ઞાન. પરમાત્મા સર્વજ્ઞ છે. તેમના જ્ઞાનને કોઈ સીમા નથી અને તેથી તે અનંત ચિત્ રૂપ છે. પરમાત્મામાં દુ:ખનો સદંતર અભાવ છે. એટલું જ નહિ પણ તેમનો આનંદ નિરંતર ઊભરાતો રહે છે, અને તેથી તે અનંત આનંદરૂપ છે. પરમાત્મા કે નિર્ગુણ બ્રહ્મનાં આ ત્રણે સ્વરૂપનો ખ્યાલ આપવા માટે સંક્ષેપમાં એમ કહેવામાં આવે છે કે પરમાત્મા અનંત સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આવા સ્વરૂપનો આપણને આ જગતમાં ક્યાંયે અનુભવ થતો નથી. અને તેથી આવા કોઈ અનુભવ સાથે એને સરખાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો એ પ્રયત્નની નિરર્થકતા દર્શાવવા પરમાત્માના અનુભવી ઋષિઓ “એમ નહિ', “એમ નહિ (“નેતિ નેતિ') એમ કહે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતો પ૩ ઉપસંહાર : પરમાત્માના સગુણ અને નિર્ગુણ સ્વરૂપના ઉપર્યુક્ત વર્ણનના અનુસંધાનમાં એ મુદ્દો ખાસ નોંધપાત્ર છે કે પરમાત્મા બે છે - એક સગુણ અને બીજા નિર્ગુણ - એવી હિન્દુ ધર્મની માન્યતા નથી. પરમાત્મા એક જ છે. જ્યારે એ પરમાત્માનો વિચાર જગતના સંદર્ભમાં કરવામાં આવે છે ત્યારે તેના સગુણ અને અંતર્યામી સ્વરૂપ પર ભાર મૂકવામાં આવે છે અને જ્યારે આ જગતથી નિરપેક્ષ રીતે પરમાત્માનો વિચાર કરવામાં આવે છે ત્યારે તેના નિર્ગુણ અને પર સ્વરૂપ પર ભાર મૂકવામાં આવે છે. આમ, સગુણ અને નિર્ગુણ, અંતર્યામી અને પર, એ બંને એક જ પરમાત્માનાં બે સ્વરૂપો છે. અને તેથી તેમની વચ્ચે કોઈ દૈત નથી. પરમાત્માનું સ્વરૂપ જ એવું અલૌકિક છે કે તેઓ આ જગતમાં વ્યાપ્ત હોવા છતાં તેનાથી સંપૂર્ણપણે પર પણ રહી શકે. ગીતાકારના શબ્દોમાં : “મેં જ મારા અવ્યક્ત સ્વરૂપથી આ આખું જગત વ્યાપ્યું છે. મારામાં - મારે આધારે સર્વ પ્રાણી છે : હું તેમને આધારે નથી.” અને તેથી “પ્રાણીઓ મારામાં નથી એમ પણ કહેવાય. એ મારું યોગબળ તું જો.”૧૮ 2. જીવાત્માનું સ્વરૂપ અને તેનો પરમાત્મા સાથેનો સંબંધ H હિન્દુ ધર્મની દષ્ટિએ શરીર, મન અને આત્મા (જીવાત્મા) જુદાં છે અને તેથી શરીર અને મનના બંધનમાં રહેવું એ જીવાત્માનો મૂળ સ્વભાવ નથી. જો કે તેની સાંસારિક કે બદ્ધાવસ્થા દરમિયાન જીવાત્મા શરીર અને મન સાથે અનિવાર્યપણે સંકળાયેલો રહે છે. આમ, જીવાત્માના સ્વરૂપનો સંપૂર્ણ ખ્યાલ મેળવવા માટે 1. જીવાત્માનું સાંસારિક સ્વરૂપ અને 2. જીવાત્માનું મૂળ સ્વરૂપ એ બંનેનો વિચાર કરવાનું આવશ્યક બને છે. 1. જીવાત્માનું સાંસારિક સ્વરૂપઃ સંસારમાં ભટકતા જીવનું સ્વરૂપ સમજવા માટે હિન્દુ ધર્મમાં તેનો શારીરિક, માનસિક અને નૈતિક એ ત્રણ દષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે. 19 જીવાત્માનું શારીરિક સ્વરૂપ : શારીરિક દૃષ્ટિએ વિચારતાં હિન્દુ ધર્મતત્ત્વવેત્તાઓને એમ જણાય છે કે જીવાત્માને 1. શૂળ, 2. સૂક્ષ્મ અને 3. કારણ એ ત્રણ પ્રકારનાં શરીરો છે. સ્થૂળ શરીર પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ ભૂતનું બનેલું છે. સ્થૂળ શરીર વડે જાગ્રતાવસ્થામાં જીવાત્મા આ જગતના વિવિધ પદાર્થોનો ઉપભોગ કરી શકે છે. મૃત્યુ વખતે જીવાત્મા મરતો નથી પણ તે આ સ્થળ શરીરને છોડી જાય છે. ગીતાકારની રીતે કહીએ તો આપણે જેમ પહેરેલું એક કપડું બદલીને બીજું ધારણ કરીએ છીએ તેમ જીવાત્મા એક સ્થૂળ શરીરને છોડીને બીજું સ્થળ શરીર ધારણ કરે છે. ત્યજી દઈ જીર્ણ થયેલ વસ્ત્રો, લે છે નવાં જેમ મનુષ્ય બીજાં; ત્યજી દઈ જીર્ણ શરીર તેમ, પામે નવાં અન્ય શરીર દેહી.૨૦ Page #65 -------------------------------------------------------------------------- ________________ 54 જગતના વિદ્યમાન ધર્મો સુક્ષ્મ શરીર પાંચ જ્ઞાનેન્દ્રિયો (નેગેન્દ્રિય), શ્રવણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય અને પ્રાણેન્દ્રિય), પાંચ કર્મેન્દ્રિયો (વાણી, ગ્રહણ, ગતિ, મળોત્સર્ગ અને જનન માટેની ઇન્દ્રિયો), પાંચ વાયુ (પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન), મન અને બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ઓગણીસ તત્ત્વનું બનેલું છે. જેવી રીતે આપણે સ્થૂળ શરીરને ઇન્દ્રિયો દ્વારા જોઈ શકીએ છીએ તેવી રીતે સૂક્ષ્મ શરીર ઇન્દ્રિયગોચર પણ એટલે કે સ્વપ્નમાં પણ આપણને કેટલાક શરીરગત અનુભવો થાય છે. આમ, સ્વપ્નાવસ્થામાં જીવાત્માને જે અનુભવો થાય છે તે સૂક્ષ્મ શરીરને આભારી છે. મૃત્યુ વખતે જીવાત્મા સ્થૂળ શરીરને છોડી દે છે પણ સૂક્ષ્મ શરીરને છોડતો નથી; એટલું જ નહિ, પણ શરીરમાં બંધાયેલા તેના સ્વભાવ (વાસનાઓ ને ભૂતકાળમાં કરેલાં કર્મના સંસ્કારો) કે ચારિત્ર્યને અનુરૂપ નવું સ્થૂળ શરીર ધારણ કરે છે. કારણ શરીર એટલા માટે કારણ શરીર કહેવાય છે કે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરોનું તે કારણ કે અધિષ્ઠાન છે. કારણ શરીર જીવાત્માની વાસનાઓ અને ભૂતકાળમાં કરેલાં કર્મના સંસ્કારોનું બનેલું છે. કારણ શરીર વડે સુષુપ્તાવસ્થામાં જીવાત્માને પોતાના આનંદસ્વરૂપનો અનુભવ થાય છે, અને તેથી ગાઢ નિદ્રામાંથી જાગ્યા પછી એ ઊંઘ ખૂબ મીઠી અને મજાની હતી એમ તેને લાગે છે. ધૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર જે તત્ત્વોનાં બનેલાં છે તેની ઉપર આપેલી વિગતો જોતાં સ્પષ્ટ થશે કે આ તત્ત્વોની કુલ સંખ્યા ચોવીસની છે. આમ, હિન્દુ ધર્મની દૃષ્ટિએ માણસનું શરીર ચોવીસ તત્ત્વોનું બનેલું છે, અને એ શરીરને ધારણ કરનાર જે જીવાત્મા છે તે પચીસમો છે. સાંખ્યયોગ અને વેદાંતદર્શનમાં આ તત્ત્વોનો વિગતે વિચાર કરવામાં આવ્યો છે. જીવાત્માનું માનસિક સ્વરૂપ : માનસિક દષ્ટિએ વિચારતાં જીવાત્મા ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, સુખ, દુઃખ અને જ્ઞાન એ છ ગુણો ધરાવે છે. આ ગુણોને કારણે જીવાત્મા જુદી જુદી ઇચ્છાઓ કે વાસનાઓ રાખે છે અને તે પૂરી કરવા માટે વિવિધ પ્રકારનાં કર્મો કરે છે અને તેને પરિણામે વિવિધ પ્રકારનાં સુખદુઃખનો અનુભવ કરે છે. જીવાત્માના આ અનુભવોની ચેતનાની ત્રણ અવસ્થાઓ છે : 1. જાગ્રત, 2. સ્વપ્ન અને 3. સુષુપ્તિ. જીવાત્માને થતા આ જગતના ભૌતિક પદાર્થોના અનુભવો તેની ચેતનાની જાગ્રત અવસ્થાના અનુભવો છે. જીવાત્માને સ્વપ્નમાં થતા અનુભવો તેની ચેતનાની સ્વપ્નાવસ્થાના અનુભવો છે અને જીવાત્માને ગાઢ નિદ્રામાં જે આનંદનો અનુભવ થાય છે તે તેની ચેતનાની સુષુપ્ત અવસ્થાનો અનુભવ છે. જીવાત્માનું નૈતિક સ્વરૂપ : હિન્દુ ધર્મની માન્યતા મુજબ જીવાત્માનું નૈતિક સ્વરૂપ જ તેના શારીરિક અને માનસિક સ્વભાવને ઘડે છે. જીવાત્માનો નૈતિક સ્વભાવ Page #66 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતો 55 દૃષ્ટિએ સ્વતંત્ર રીતે કરેલાં કર્મોના પરિણામરૂપે જ જીવાત્મા અમુક પ્રકારનું શરીર, અમુક પ્રકારનું વાતાવરણ અને સુખદુઃખના અમુક પ્રકારના અનુભવો અને અમુક પ્રકારનું નૈતિક ચારિત્ર્ય પ્રાપ્ત કરે છે. જીવાત્માના શારીરિક, માનસિક અને નૈતિક સ્વરૂપને ઘડનારાં સ્વતંત્ર કર્મો 1. કાયિક, 2. વાચિક અને 3. માનસિક-એ ત્રણ પ્રકારનાં હોઈ શકે છે. માણસ સ્થૂળ શરીરથી જેવી પ્રવૃત્તિઓ કરે, મુખથી જેવી વાણી ઉચ્ચારે અને મનથી જેવા વિચારો અને યોજનાઓ કરે તે પ્રકારનું નૈતિક ભાથું તેની પાસે એકઠું થાય છે. બીજી રીતે કહીએ તો, સારાં કર્મો વડે જીવાત્મા પુણ્ય કમાય છે. અને ખરાબ કર્મો વડે પાપ. તેનાં પુણ્ય અને પાપના સુયોગ્ય ફળરૂપે તેને અમુક પ્રકારનું શરીર અને અમુક પ્રકારના સુખદુઃખના માનસિક અનુભવ જ નહિ, પણ અમુક પ્રકારનું નૈતિક ચારિત્ર્ય પણ પ્રાપ્ત થાય છે. જીવાત્માના નૈતિક ચારિત્ર્યને 1. સાત્ત્વિક, 2. રાજસિક અને 3. તામસિકએ ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે છે. જે વ્યક્તિના ચારિત્ર્યમાં સત્ત્વગુણનું પ્રાધાન્ય હોય તેનું ચારિત્ર્ય સાત્ત્વિક કહેવાય છે. સાત્ત્વિક પ્રકૃતિવાળા માણસમાં નૈતિક રાગદ્વેષની મુક્ત એવાં જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય સ્વભાવરૂપે રહેલાં હોય છે. ગીતાના શબ્દોમાં : “નિઃસંગી, નિરહંકારી, ધૃતિ-ઉત્સાહથી ભર્યો, યશાયશે નિર્વિકાર, કર્તા સાત્ત્વિક તે કહ્યો”૨૨ જે વ્યક્તિના ચારિત્ર્યમાં રજોગુણનું પ્રાધાન્ય હોય તેનું ચારિત્ર્ય રાજસિક કહેવાય છે. રાજસિક પ્રકૃતિવાળા માણસમાં રાગદ્વેષથી પ્રેરાયેલી અનેક પ્રકારની આકાંક્ષાઓ સેવવાનું અને તેને લગતી પ્રવૃત્તિઓમાં પડવાનું વલણ સ્વભાવરૂપે રહેલું હોય છે. “રાગી, ને ફળનો વાંછુ, લોભી, અસ્વચ્છ, હિંસક, હર્ષશોક છવાયેલો, કર્તા રાજસ તે કહ્યો.”૨૩ જે વ્યક્તિના ચારિત્ર્યમાં તમોગુણનું પ્રાધાન્ય હોય તેનું ચારિત્ર્ય તામસિક કહેવાય છે. તામસિક પ્રકૃતિવાળા માણસમાં મિથ્યાભિમાન, કપટીપણું, આળસ અને શોક જેવા ગુણો સ્વભાવરૂપે રહેલા હોય છે. ગીતાના શબ્દોમાં : અયોગી, ક્ષુદ્ર, ગર્વિષ્ઠ, અકર્મી, શઠ, આળસુ, શોગિયો, દીર્ઘસૂત્રી જે કર્તા તામસ તે કહ્યો.૨૪ માણસના નૈતિક ચારિત્ર્યના ઉપર્યુક્ત ત્રણ પ્રકારના અનુસંધાનમાં એ મુદ્દો ખાસ નોંધપાત્ર છે કે, સાત્ત્વિક, રાજસિક અને તામસિક પ્રકૃતિ આખરે તો માણસે સ્વતંત્ર રીતે કરેલાં કાયિક, વાચિક અને માનસિક કર્મના પરિણામરૂપ છે, અને તેથી પોતાના ભૂતકાળનાં કર્મોથી જેની પ્રકૃતિ તામસિક બનેલી છે તે માણસ પણ ધારે Page #67 -------------------------------------------------------------------------- ________________ 56 જગતના વિદ્યમાન ધર્મો તો પોતાની પ્રકૃતિ સામે લડીને પોતાની સ્વતંત્ર સંકલ્પશક્તિ વડે એવા કર્મો કરી શકે છે કે જેના પરિણામે તેની પ્રકૃતિ તામસિક મટીને સાત્વિક બની શકે. કર્મનો નિયમ અને પુનર્જન્મનો સિદ્ધાંત : જીવાત્માના સાંસારિક સ્વરૂપનું નૈતિક દષ્ટિએ વર્ણન કરતાં આપણે જોયું કે જીવાત્માને પોતાનાં કાયિક, વાચિક અને માનસિક પુણ્યકર્મ કે પાપકર્મોનું યોગ્ય ફળ ભોગવવું પડે છે. જે નિયમ અનુસાર આમ બને છે તેને કર્મનો નિયમ કહે છે. જેવી રીતે પાણીમાં મીઠું મૂકવામાં આવે તો તે ઓગળી જાય એવો ભૌતિકજગતનો કાર્યકારણ નિયમ છે તેવી રીતે કર્મનો નિયમ એ નૈતિક જગતનો કાર્યકારણ નિયમ છે. કર્મનો નિયમ જણાવે છે કે જીવાત્માએ કરેલું કોઈ પણ કર્મ એળે જતું નથી (“કૃતનાશ'૨૫ નથી, કર્યું ક્યાંય જતું. નથી), એટલું જ નહિ, કોઈ પણ જીવાત્માને જે કોઈ સંયોગો કે અનુભવો પ્રાપ્ત થાય છે તે તેણે પોતે ભૂતકાળમાં કરેલાં કર્મોને આભારી હોય છે. એટલે કોઈ પણ જીવાત્માને અન્ય જીવાત્માએ કરેલાં કર્મોનું ફળ ભોગવવું પડતું નથી (‘અકૃતામ્યુપગમ” નથી, નહિ કરેલું ભોગવવાનું આવતું નથી). હિન્દુ ધર્મમાં કર્મના નિયમની સાથે પુનર્જન્મનો સિદ્ધાંત સાંકળી લેવામાં આવ્યો છે. આ જન્મમાં માણસને જે પ્રકારના ભૌતિક સંયોગો અને માનસિક સુખદુઃખ થાય છે તે બધાનું કારણ તેણે આ જન્મમાં જ કરેલાં કર્મો હોતાં નથી. તે જ રીતે માણસ આ જન્મમાં જે કર્મો કરે તે બધાંનાં ફળ તેને આ જ જન્મમાં મળી જતાં નથી. આમ, આ જન્મ પહેલાં પણ માણસનો જન્મ હતો અને એ પૂર્વભવનાં કેટલાંક કર્મોનું ફળ તેને આ જન્મમાં મળે છે અને આ જન્મ પછી પણ માણસને જન્મ હશે ને તે આગલા ભવમાં તેને આ જન્મે કરેલાં કર્મોનો યોગ્ય બદલો મળશે. આમ, કર્મના નિયમનો ખુલાસો કરતી વખતે પુનર્જન્મના સિદ્ધાંતની જરૂર પડતી હોઈ, હિન્દુ ધર્મનાં લગભગ બધાં દર્શનોમાં આ બંનેનો એકસાથે વિચાર કરી કર્મ અને પુનર્જન્મનો સિદ્ધાંત'નું પ્રતિપાદન કરવામાં આવે છે. કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંત પ્રમાણે, ભૂતકાળમાં જીવાત્માના અનેક જન્મો થયેલા છે અને જ્યાં સુધી તે જુદી જુદી વાસનાઓના સંતોષ માટે કર્મો કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી એ કર્મોનાં ફળ ભોગવવા માટેની જન્મ-મરણરૂપ જંજાળ તેને માટે ચાલુ રહેશે. આમ, કામના કે વાસનાનો ત્યાગ એ આ જંજાળમાંથી છૂટવાનો ઉપાય છે. છોડીને કામના સર્વ ફરે જે નર નિઃસ્પૃહ, અહંતા-મમતા મૂકી, તે પામે શાંતિ ભારત.”૨૭ સામાન્ય રીતે કામના અને અહંતા-મમતાનો ત્યાગ એક જન્મની સાધનાથી થઈ શક્તો નથી. પણ જો જન્મોજન્મ સાધનાનું સાતત્ય ચાલુ રહે તો જીવાત્મા અનેક જન્મને અંતે જન્મમરણરૂપી જંજાળમાંથી છૂટી પોતાના મૂળ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે. ખંતથી કરતો યત્ન દોષોથી મુક્ત તે થઈ, ઘણા જન્મ થઈ સિદ્ધ યોગી પામે પરંગતિ.”૨૮ Page #68 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતો સામાન્ય રીતે માણસની સાધના અનેક જન્મે ફળે છે એમ કહેવાનો અર્થ એ નથી કે જીવાત્મા માટે અનેક જન્મો અનિવાર્ય છે. જો જીવાત્મા દઢ સંકલ્પ અને પ્રબળ પુરુષાર્થ કરે તો તે આ ને આ જન્મ પણ કર્મબંધન અને જન્મમરણના ફેરામાંથી છૂટી પોતાના મૂળ સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકે છે. ગીતામાં કહ્યું છે કે, “મોટો દુરાચારી પણ જો મને અનન્ય ભાવે ભજે તો તે સાધુ થયો જ માનવો, કેમ કે હવે એનો સારો સંકલ્પ છે. એ તુરંત ધર્માત્મા થાય છે ને નિરંતર શાંતિ પામે છે.”૨૯ જીવાત્મા અને પરમાત્માનો સંબંધઃ હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે જીવાત્માને પરમાત્માનું અવલંબન છે, જ્યારે પરમાત્મા જીવાત્માથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. પ્રત્યેક જીવાત્મામાં પરમાત્મા અંતર્યામીરૂપે વસેલો છે અને એ પરમાત્માની અંતર્યામી શક્તિને લીધે જ જીવાત્માનું અસ્તિત્વ, જ્ઞાન અને ક્રિયા શક્ય બને છે. ગીતામાં કહ્યું છે કે, “વસીને સર્વભૂતોનાં હૃદયે પરમેશ્વર, માયાથી ફેરવે સૌને, જાણે યંત્ર પર ધર્યા.”૩૦ એટલે કે જેવી રીતે કોઈ યંત્ર વીજળી કે તેના જેવી બીજી કોઈ શક્તિથી ચાલે છે તેવી રીતે જીવાત્માનો બધો વ્યવહાર પરમાત્માની અંતર્યામી શક્તિથી ચાલે છે. ફરક માત્ર એટલો છે કે યંત્રોને જેમ ચલાવવામાં આવે છે તેમ ચાલે છે, જ્યારે જીવાત્મા પરમાત્માની શક્તિનો ઉપયોગ કરીને પોતાના સ્વતંત્ર સંકલ્પથી સારાં કે નરસાં કર્મોમાં પ્રવૃત્ત થઈ શકે છે. જીવાત્માએ પોતે સ્વતંત્ર રીતે કરેલાં કર્મો માટે જીવાત્મા જવાબદાર છે અને તેથી પરમાત્મા તેને તે મુજબનું ફળ આપે છે. આમ, પરમાત્મા એ જીવાત્માનો અંતર્યામી શક્તિદાતા હોવા ઉપરાંત કર્મફળપ્રદાતા પણ છે. પરમાત્મા કર્મફળપ્રદાતા છે એમ કહેવાનો અર્થ એ નથી કે એ માત્ર તટસ્થ ન્યાયાધીશ તરીકે વર્તનારો રાજાધિરાજ છે. પરમાત્માનો જીવાત્મા સાથેનો સંબંધ માતાપિતાનો સંતાનો સાથે કે પ્રેમીજનોનો પ્રિય પાત્રો સાથે હોય તેવો પણ છે. જે જીવાત્મા પોતાનાં કુકર્મો અંગે હૃદયપૂર્વક પશ્ચાત્તાપ કરે છે અને પોતાની નૈતિક શુદ્ધિ માટે નિષ્ઠાભર્યા પ્રયત્નો કરે છે તેને પરમાત્મા માફી આપે છે અને કુકર્મોનાં માઠાં ફળથી બચાવી લે છે. આ રીતની કૃપા કરવામાં ઈશ્વર પક્ષપાત નથી કરતો, કારણ કે હૃદયપૂર્વકનો પશ્ચાત્તાપ અને નૈતિક શુદ્ધિ માટેના નિષ્ઠાભર્યા પ્રયત્નો પણ એક જાતના કર્મો જ છે. રાજગોપાલાચારીના શબ્દોમાં કહીએ તો, “પાપકર્મની જેમ પસ્તાવો પણ કર્મ છે અને તે નજીકના ભૂતકાળ પરના આત્માના વિજયનું દ્યોતક છે.”૩૧ જીવાત્માનાં આવાં કર્મને ધ્યાનમાં લઈને પ્રેમાળ પરમાત્મા આગલાં કુકર્મોની માફી આપવાની કૃપા કરે તો તેમાં પક્ષપાતનો દોષ આવતો નથી. ખરી રીતે જોતાં કુકર્મોની માફી આપે ત્યારે જ નહિ પણ માફી ન આપે ત્યારે પણ પરમાત્માની જીવાત્મા પર કૃપા તો વરસતી જ હોય છે, કારણ કે નિત્યતૃપ્ત એવા પરમાત્મા માટે Page #69 -------------------------------------------------------------------------- ________________ 58 જગતના વિદ્યમાન ધર્મો કર્મ પ્રમાણે ફળ આપવાની ક્રિયા પણ અહેતુકી કૃપાનું જ પરિણામ છે. આમ, જો જગત પરનું નૈતિક શાસન એ ઈશ્વરની કૃપાને જ આભારી હોય તો કર્મનો નિયમ અને ઈશ્વરની કૃપા વચ્ચે વિરોધ છે એવી મૈકનિકૉલ જેવા હિન્દુધર્મના અભ્યાસીઓએ કરેલી વાત બિલકુલ વાહિયાત ઠરે છે. જીવાત્મા અને પરમાત્માના કૃપામૂલક પ્રેમસંબંધ અંગે એ વાત પણ નોંધપાત્ર છે કે ગીતામાં તો શ્રીકૃષ્ણ ત્યાં સુધી કહ્યું છે કે “જે લોકો અનન્ય ભાવે મારું ચિંતવન કરતાં મને ભજે છે તે નિત્ય મારાં જ રત રહેલાના યોગક્ષેમનો ભાર હું ઉઠાવું છું.”૩૩ 2. જીવાત્માનું મૂળ સ્વરૂપ : જીવાત્માના સાંસારિક સ્વરૂપને સમજવા માટે આપણે જીવાત્માનાં શરીર, મન અને નૈતિક ચારિત્ર્યનું વર્ણન કર્યું. જીવાત્મા મૂળ સ્વરૂપે આ બધાથી જુદો અને પર છે. જો જીવાત્મા પોતાના શરીર, મન વગેરેથી જુદો ન હોય તો તે “મારું શરીર', “મારું મન વગેરે શબ્દપ્રયોગોવાળી ભાષા વાપરી શકે નહિ. આમ, જીવાત્મા શરીર, મન વગેરેમાં વ્યાપેલો હોવા છતાં અને તેમના સ્વરૂપને જાણતો હોવા છતાં તે તેમનાથી જુદો અને પર છે. અર્થાત્ મૂળ સ્વરૂપે જીવાત્મા ત્રણ દેહ, ત્રણ અવસ્થા અને પાપપુણ્યના સંસ્કાર એ બધાથી પર કેવળ સચ્ચિદાનંદ કે બ્રહ્મસ્વરૂપ છે. જીવાત્મા સત્ સ્વરૂપ છે, કારણ કે તે અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાતન છે, શરીર હણાયાથી તે હણાતો નથી.”૩૪ જીવાત્મા જ્ઞાનસ્વરૂપ છે, કારણ કે તે પોતાની જ્ઞાનશક્તિ વડે સમગ્ર શરીરમાં વ્યાપેલો છે અને શરીર, ઇન્દ્રિયો, મન વગેરેનું જ્ઞાન ધરાવે છે. જીવાત્મા આનંદસ્વરૂપ છે, કારણ કે સુષુપ્તિ અવસ્થામાં જ્યારે તે સ્થૂળ અને સૂક્ષ્મ બંને શરીરોથી રહિત હોય છે ત્યારે તે પોતાના સ્વરૂપાનંદની ઝાંખી કરે છે. સંસારમાં ભટક્તા જીવાત્માને પોતે સચ્ચિદાનંદ બ્રહ્મ છે એવું જ્ઞાન નથી તેનું કારણ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ છે. આ આસક્તિ (કામના)ને કારણે જીવાત્મા મોહમાં ફસાય છે અને તે શરીર, ઇન્દ્રિયો અને મનને જ પોતાનું રૂપ સમજી તેમના લાલનપાલનમાં રત રહે છે અને પરિણામે તેને પોતાના મૂળ સચ્ચિદાનંદ સ્વરૂપનું જ્ઞાન થતું નથી. ગીતામાં આ વાત ઘણી અસરકારક રીતે કહેવાઈ છે : “ધુમાડે અગ્નિ ઢંકાય, રજે ઢંકાય દર્પણ, ઓરથી ગર્ભ ઢંકાય, તેમ જ જ્ઞાન કામથી. કામ રૂપી મહાઅગ્નિ, તૃપ્ત થાય નહિ કદી, તેનાથી જ્ઞાન ઢંકાયું, જ્ઞાનીનો નિત્ય શત્રુ તે.”૩૫ 3. જીવાત્માનો મોક્ષ : જીવાત્માને તેના મૂળ સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે તે તેના સાંસારિક સ્વરૂપનાં વળગણો-ત્રણ પ્રકારનાં શરીર, ત્રણ અવસ્થાઓ અને જુદા જુદા વિષયભોગની કામનાઓ અને એ કામનાઓને કારણે થતાં કર્મો અને તેને Page #70 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતો પ૯ પરિણામે પ્રાપ્ત થતું જન્મમરણના ફેરારૂપી મહાદુઃખ-થી સંપૂર્ણપણે અને કાયમને માટે છૂટે છે, મોક્ષ પામે છે. મુક્તાત્મા માટે કોઈ પણ પ્રકારના દુઃખની ક્યારેય પણ શક્યતા રહેતી નથી. આથી હિન્દુ ધર્મમાં મોક્ષની સ્થિતિને આત્યંતિક દુઃખનિવૃત્તિની સ્થિતિ તરીકે વર્ણવવામાં આવે છે. મોક્ષાવસ્થા એ કેવળ આત્યંતિક દુઃખનિવૃત્તિની અભાવાત્મક સ્થિતિ જ નથી, તેમાં ભાવાત્મક શાશ્વત આનંદની પ્રાપ્તિ પણ છે. ગીતાકાર કહે છે તેમ “જ્યાં પહોંચી ન ફરે પાછા, મારું તે ધામ ઉત્તમ. અર્થાત્ મોક્ષરૂપ ધામ કે પદને જે જીવાત્મા પામે છે તે જીવાત્માને સાંસારિક સ્વરૂપ સાથે સંકળાયેલાં જન્મમરણ, જરા અને વ્યાધિનાં દુઃખો તો ક્યારેય ભોગવવાં પડતાં નથી; એટલું જ નહિ પણ તેના દિવ્ય અને શાશ્વત આનંદમાં ક્યારેય ઓટ આવતી નથી, નિરંતર ભરતી જ આવ્યા કરે છે.૩૭ છે. પરમાત્માના નિર્ગુણ સ્વરૂપનું વર્ણન કરતી વખતે આપણે જોઈ ગયાં કે પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આપણે એ જોઈ ગયાં કે હિન્દુ ધર્મમાં જીવાત્માને પણ ત્રણ પ્રકારના દેહ અને ત્રણ પ્રકારની અવસ્થાઓથી સંપૂર્ણપણે પર અને સચ્ચિદાનંદ સ્વરૂપ માનવામાં આવ્યો છે. આથી સ્વાભાવિક રીતે આ પ્રશ્ન ઊઠે છે કે “મોક્ષાવસ્થામાં જ્યારે જીવાત્મા પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે ત્યારે તે પરમાત્મા જ બની જાય છે કે તેનાથી જુદો રહે છે?” જીવાત્માના મૂળ સ્વરૂપ અને પરમાત્મા વચ્ચે અભેદ છે એમ શંકરાચાર્ય જેવા અદ્વૈતવાદી વેદાંતીઓ માને છે, જ્યારે તેમની વચ્ચે ભેદ છે એમ મખ્વાચાર્ય જેવા દ્વૈતવાદી વેદાંતીઓ માને છે. વેદાંતના વિવિધ આચાર્યો વચ્ચે આ બાબતમાં મતભેદો પડ્યા છે તેનું મૂળ કારણ એ છે કે મોક્ષાવસ્થામાં જીવાત્માને પરમાત્મા સાથે જે સંબંધ હોય છે તે અલૌકિક અને સાક્ષાત અનુભવનો વિષય છે, લૌકિક વર્ણનનો નહિ. આમ છતાં જયારે તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે આપણા લૌકિક અનુભવમાંથી ઉપમાઓ લેવાનું અનિવાર્ય બને છે. એક જ પ્રકારના અનુભવનું વર્ણન જુદી જુદી ઉપમાઓને આધારે થતું હોવાથી વર્ણનોમાં જુદાપણું આવે છે ને મતભેદો ઊભા થાય છે. આ મતભેદોના નિરસનનો માર્ગ ચૈતન્ય મહાપ્રભુના “અચિંત્ય ભેદભેદ દર્શનમાંથી મળી રહે તેમ છે. ચૈતન્ય મહાપ્રભુના મત પ્રમાણે, મોક્ષાવસ્થામાં જીવાત્મા અને પરમાત્મા વચ્ચે જે સંબંધ છે તે “અચિંત્ય' (ચિંતવન કે વિચાર દ્વારા બરાબર સમજી ન શકાય તેવો) છે અને “ભેદ તેમજ “અભેદ' બંનેને લગતો છે. આ અચિંત્ય ભેદભેદની સમજૂતી આપતાં આનંદશંકર ધ્રુવ લખે છે કે “પરમાત્મા સાથે જીવનો આશ્રયાશ્રિત અને ભેદભેદ સંબંધ છે : પરમાત્મા આશ્રય છે, જીવ આશ્રિત છે, પણ એ એવી નિકટ રીતે જોડાયેલા છે કે એમનો ભેદ છતાં અભેદ છે એમ કહી શકાય. એ અભેદ તે એવી રીતે કે જેમ મધુમક્ષિકા મધુ (પુષ્પરસ)થી ભિન્ન છે, છતાં એ મધુનું પાન કરી એનાથી ભરાય છે, એની સાથે તન્મય-અભિન્ન થાય છે, તેમ જીવાત્મા પરમાત્મના રસથી ભરાઈ પરમાત્મારૂપ બની જાય છે.”૩ આમ, વૈતવાદી તેમજ Page #71 -------------------------------------------------------------------------- ________________ 60 જગતના વિદ્યમાન ધર્મો અદ્વૈતવાદી સૌને માન્ય એવો હિન્દુ મત છે કે મોક્ષાવસ્થામાં જેનો સાક્ષાત્કાર થાય છે એ જીવાત્માના મૂળ સ્વરૂપને પરમાત્માથી બિલકુલ છેટું નથી. અર્થાત “હિન્દ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ'ના લેખક ન. દે. મહેતા કહે છે તેમ જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો સંબંધ “અત્યંત સામીપ્ય૩૯નો છે. જીવન્મુક્તિઃ ઉપર વર્ણવેલી મોક્ષાવસ્થાની પ્રાપ્તિ પરલોકવાસી થયા પછી જ થાય એવું અનિવાર્ય નથી. “વિદેહમુક્તિ (દેહ છૂટી ગયા પછી પ્રાપ્ત થતી મોક્ષાવસ્થા) ઉપરાંત જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની પેઠે હિંદુ ધર્મમાં પણ જીવન્મુક્તિનો સિદ્ધાંત સ્વીકારાયો છે. જે મનુષ્યને ત્રણ દેહ અને ત્રણ અવસ્થાથી પર એવા પોતાના સચ્ચિદાનંદ બ્રહ્મસ્વરૂપનો આ જીવનમાં જ સાક્ષાત્કાર થઈ ગયો હોય તે મનુષ્ય જીવન્મુક્ત છે. જીવન્મુક્તને કોઈ વિષયભોગની કામના હોતી નથી અને તેથી તે શ્રી સ્વામિનારાયણ કહે છે તેમ “અશુભ કર્મ તો કરે જ નહિ પરંતુ લોકકલ્યાણર્થે જે શુભ કર્મો કરે છે તેનું ફળ પણ તેને ભોગવવું રહેતું નથી, કારણ કે શ્રી સ્વામિનારાયણના શબ્દોમાં “એ તો કેવળ આત્મસ્વરૂપે જ વર્તે છે માટે એવા જે આત્મજ્ઞાની હોય તેને તો સ્થૂળ દેહસંબંધી તથા સૂક્ષ્મ દેહસંબંધી કર્મ લાગે નહિ.”૪૨ આમ, જીવન્મુક્તને કોઈ નવાં કર્મો લાગતાં નથી પણ પૂર્વજન્મનાં જે કર્મો (પ્રારબ્ધ કર્મો)નું ફળ ભોગવવા માટે તેને આ દેહ મળ્યો હોય તે કર્મો તેને ભોગવવાનાં રહે છે. જો કે આ રીતે આવતાં દૈહિદ સુખદુઃખને ભોગવવાની જીવન્મુક્તની રીત સંસારના સામાન્ય માણસને છાજે તેવી હોતી નથી, કારણ કે સામાન્ય માણસ આવાં સુખદુઃખમાં લેવાઈ જતો હોય છે જ્યારે જીવન્મુક્ત તેમનાથી પર રહીને એમ અનુભવતો હોય છે કે “હું એનો (દૈહિક સુખદુઃખાદિનો)ભોક્તા નથી, હું તો આત્મા છું.જs ગીતામાં જીવન્મુક્તને “સ્થિતપ્રજ્ઞનું નામ આપીને તેનું નીચે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે : “મનની કામના સર્વે છોડીને, આત્મમાં જ જે રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો. દુઃખે ઉગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઈ; ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિરબુદ્ધિનો. આસક્ત નહિ જે ક્યાંય, મળ્યું કાંઈ શુભાશુભ; ન કરે હર્ષ કે દ્વેષ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. કાચબો જેમ અંગોને, તેમ જે વિષયો થકી સંકેલે ઈન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.” ગીતાકાર કબૂલે છે કે “જે મનુષ્ય આત્મામાં રમનારો છે, જે તેથી જ તૃપ્ત રહે છે અને તેમાં જ સંતોષ માને છે તેને કંઈ કરવાપણું નથી હોતું. કરવા-ન કરવામાં Page #72 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતો 61 તેનો કંઈ જ સ્વાર્થ નથી. ભૂતમાત્રને વિશે તેને કશો અંગત સ્વાર્થ નથી.”૪૧ પરંતુ આનો અર્થ એ નહિ કે જીવન્મુક્ત કે સ્થિતપ્રજ્ઞ સંસારની સેવામાંથી નિવૃત્ત થઈ જવું જોઈએ. જીવન્મુક્ત માટે પણ પ્રવૃત્તિમાર્ગની જોરદાર હિમાયત કરતાં શ્રીકૃષ્ણ ગીતામાં કહ્યું છે કે “જો હું કદી પણ આળસ મરડવા સરખોયે થોભ્યા વિના કર્મને વિશે પ્રવૃત્ત ન રહે તો તે પાર્થ ! લોકો બધી રીતે મારા વર્તનને અનુસરશે. જો હું કર્મ ન કરું તો આ લોક નષ્ટ થાય; હું અવ્યવસ્થાનો કર્તા બનું અને આ લોકોનો નાશ કરું. હે ભારત ! જેમ અજ્ઞાની લોકો આસક્ત થઈને કામ કરે છે તેમ જ્ઞાનીએ આસક્તિરહિત થઈને લોકલ્યાણને ઇચ્છીને કામ કરવું જોઈએ. કર્મને વિશે આસક્ત એવા અજ્ઞાની મનુષ્યોની બુદ્ધિને જ્ઞાની ડામાડોળ ન કરે, પણ સમત્વ જાળવી સારી રીતે કર્મો કરી તેમને સર્વ કર્મોને વિશે પ્રેરે.૪ 4. મોક્ષપ્રાપ્તિનાં સાધનો : હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે જીવાત્માની સાંસારિક સ્થિતિ ખૂબ જ દુઃખકારક છે, તેમાં જે કંઈ સુખ છે તે પણ દુઃખકારક છે, કારણ કે તેને કારણે દુઃખની તીવ્રતામાં ઉમેરો થાય છે. આમ, સંસાર કેવળ દુઃખકારક છે, જ્યારે મોક્ષ કેવળ આનંદદાયક છે. આથી સ્વાભાવિક રીતે “મુમુક્ષુત્વ' (મોક્ષપ્રાપ્તિની ઇચ્છા હોવી તે) જાગે છે અને મોક્ષપ્રાપ્તિનાં સાધનોનો વિચાર અગત્યનો બને છે. જુદા જુદા સાધકોના અધિકાર અને રૂચિની ભિન્નતાને અનુલક્ષીને હિન્દુ ધર્મમાં 1. જ્ઞાનયોગ, 2. કર્મયોગ અને 3. ભક્તિયોગનો મોક્ષપ્રાપ્તિના સાધન તરીકે સ્વીકાર કરવામાં આવે છે. આ ત્રણમાંથી કોઈપણ એક યોગને કે એ ત્રણેના સુભગ સમન્વયને અનુસરવાથી જીવાત્મા મોક્ષાવસ્થાને પામે છે એવી હિન્દુ ધર્મની માન્યતા છે. આ ત્રણે પ્રકારના યોગની સાધના સંક્ષેપમાં નીચે પ્રમાણે છે : 1. જ્ઞાનયોગઃ જ્ઞાનયોગની સાધનાના બે તબક્કા છે. પહેલા તબક્કામાં જ્ઞાન માટેનો અધિકાર પ્રાપ્ત કરવાનો હોય છે. આ માટે સાધકે નીચે દર્શાવેલાં ચાર સાધનો સિદ્ધ કરવાં જોઈએ : નિત્યાનિત્યવસ્ફવિવેકઃ શાશ્વત તત્ત્વો અને નાશવંત પદાર્થો વચ્ચેના ભેદની બૌદ્ધિક સમજ. 2. વૈરાગ્ય : આ લોક તેમજ પરલોકમાં વિષય ભોગવવાની ઇચ્છાનો અભાવ. અમદમાદિ સાધનસંપત્તિ H મનનો સંયમ, ઇંદ્રિયનિગ્રહ, શ્રદ્ધા, સમાધાન, ઉપરાત અને તિતિક્ષા એ છ ગુણો. 4. મુમુક્ષુત્વઃ મોક્ષપ્રાપ્તિનો દઢ સંકલ્પ. ઉપરનાં “સાધન ચતુષ્ટયસિદ્ધ થતાં સાધકને જ્ઞાન માટે અધિકાર પ્રાપ્ત થાય છે. આ પછી જ્ઞાનયોગની સાધનાનો બીજો તબક્કો શરૂ થાય છે. આ તબક્કે અધિકારી સાધકે શ્રોત્રિય (શાસ્ત્રોના અભ્યાસી) અને બ્રહ્મનિષ્ઠ (બ્રહ્મસાક્ષાત્કારને પામેલા) ગુરુના માર્ગદર્શન હેઠળ આત્મા અને પરમાત્માના જ્ઞાનનું શ્રવણ, મનન અને જે Page #73 -------------------------------------------------------------------------- ________________ 62. જગતના વિદ્યમાન ધર્મો નિદિધ્યાસન કરવું જોઈએ. આ રીતે આત્માના સ્વરૂપનું જ્ઞાન વધુ ને વધુ સ્પષ્ટ અને નિશ્ચિત બનતું જાય છે અને આખરે એ જ્ઞાનનો સાક્ષાત્કાર થાય છે. સાક્ષાત્કાર એ ઇંદ્રિયો કે બુદ્ધિ વડે મળતું સામાન્ય જ્ઞાન નથી પણ અંતરાત્મામાં થતું પ્રત્યક્ષ દર્શન છે. આત્માનો સાક્ષાત્કાર થતાં જીવાત્મા તમામ કર્મબંધનોથી છૂટીને મોક્ષાવસ્થાને પામે છે. ગીતાકાર કહે છે કે “હે અર્જુન ! જેમ પ્રગટાવેલો અગ્નિ બળતણને બાળી નાખે છે તેમ જ જ્ઞાનરૂપી અગ્નિ બધાં કર્મોને બાળી નાંખે છે.”૪૭ એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે સામાન્ય માણસ માટે જ્ઞાનયોગની સાધના એ ઘણી “ધીમી અને કષ્ટપ્રદ ક્રિયા છે.”૪૮ કારણ કે તેમાં સંસારમાંથી નિવૃત્ત થઈને તેમજ સાધન-ચતુષ્ટયને સિદ્ધ કરીને, અંતરના ઊંડાણમાં જઈ અવ્યક્ત આત્માને પામવાનો પ્રયત્ન કરવાનો હોય છે. આથી જ ગીતામાં કહેવાયું છે કે, “અવ્યક્ત ચિત્ત ચોંટાડે, તેને ક્લેશ થતો વધુ; મહા પરિશ્રમે દેહી, પામે અવ્યક્તમાં ગતિ.” ઘણાયે જન્મને અંતે જ્ઞાની લે શરણું મુજ; સર્વ આ બ્રહ્મ' જાણે તે મહાત્મા અતિ દુર્લભ.”૪૯ 2. કર્મયોગઃ કર્મયોગની સાધના કરવી એટલે સમાજની તદ્દન નિઃસ્વાર્થભાવે સેવા કરવી. આપણે જોઈ ગયા કે વાસના કે કામના પૂરી કરવા માટે કરવામાં આવતાં કર્મોને લીધે માણસ જન્મમરણરૂપ સંસારચક્રમાં ફસાય છે. આથી ઊલટું, નિષ્કામભાવે કરવામાં આવેલાં કર્મો માણસને સંસારમાંથી મુક્ત કરી મોક્ષ અપાવે છે. ગીતામાં કર્મયોગનો જોરદાર ઉપદેશ આપવામાં આવેલો છે. ગીતાકારના મત પ્રમાણે સાધકે અકર્મમાં રાગ નહિ રાખવો જોઈએ; એટલે કે કર્મો કરવાનું નહિ છોડી દેવું જોઈએ, પણ કર્મના ફળની દૃષ્ટિ છોડી દેવી જોઈએ. કર્મફળની આશા વગર જગતની સેવા અર્થે અને પરમાત્માની પ્રસન્નતાર્થે કર્મો કરવા અને તેમાં સફળતા મળે કે નિષ્ફળતા એ બંનેમાં સમભાવ રાખવો એ જ શ્રીકૃષ્ણના મતે ખરો કર્મયોગ છે : “કર્મો જ અધિકારી તું, ક્યારેય ફળનો નહિ; મા હો કર્મફળ દષ્ટિ, મા હો રાગ અકર્મમાં. કર યોગે રહી કર્મ, તેમાં આસક્તિને ત્યજી; યશાયશ સમા માની-સમતા તે જ યોગ છે.”૫૦ ગીતાકારની દૃષ્ટિએ જે માણસ ફળની ઈચ્છાથી કર્મો કરે છે તે કૃપણ છે, દયાપાત્ર છે, કારણ કે તે ખરી રીતે તો પોતાનાં કર્મો દ્વારા પોતાના જ પગ પર કુહાડો મારે છે, પોતાને જ માટે બંધન ઊભું કરે છે. આનો અર્થ એ કે સમત્વબુદ્ધિવાળા નિષ્કામ કર્મયોગીમાં જ કર્મ કરવાનું ખરું કૌશલ્ય છે. ગીતાના શબ્દોમાં, સમતા એ જ કાર્યકુશળતા છે, કેમ કે સમત્વબુદ્ધિવાળા મુનિઓ કર્મથી ઉત્પન્ન થતાં ફળનો ત્યાગ કરીને જન્મબંધનમાંથી મુક્ત થઈ નિષ્કલંક પદ એવા મોક્ષને પામે છે.”૫ર Page #74 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતો 63 કર્મયોગના મૂલ્યાંકન અંગે એ મુદ્દો ખાસ નોંધપાત્ર છે કે જ્ઞાનયોગની સાધના કરતાં કર્મયોગની સાધના પ્રમાણમાં સરળ છે અને તેમાં પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિમાર્ગનો સમન્વય છે, કારણ કે નિષ્કામ કર્મયોગી સંસારમાં રહે છે પણ સંસારનો હોતો નથી. આના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે વૈરાગ્યશીલ માણસ જ કર્મયોગની સાધના કરી શકે છે. 3. ભક્તિયોગ : ભક્તિયોગની સાધનામાં પરમાત્માની શરણાગતિ સ્વીકારી તેમની અનન્યભાવે ભક્તિ કરવાની હોય છે. પરમાત્માની ભક્તિ કરવી એટલે તેમના અપાર સ્નેહનો અનુભવ કરવો. આ પ્રકારની ભક્તિ તો જ શક્ય બને કે જો સાધક શ્રદ્ધાળુ, સદાચારી અને વૈરાગ્યશીલ હોય, એટલે કે ભક્તિયોગના સાધકે એવી શ્રદ્ધા હોવી જોઈએ કે પરમાત્મા સર્વશક્તિમાન્ન, સર્વવ્યાપક અને સર્વજ્ઞ હોવા ઉપરાંત શરણાગત પ્રતિપાલક, પતિતપાવન અને ભક્તવત્સલ પણ છે. આવી શ્રદ્ધાના ઉદય માટે સાધકનાં શરીર અને મન નૈતિક દૃષ્ટિએ અતિશય શુદ્ધ હોય એ આવશ્યક છે, કારણ કે વિચાર અને આચારની શુદ્ધિ એ સાચી શ્રદ્ધાના ઉદયની પહેલી શરત છે. પરમાત્મા પરની સાચી શ્રદ્ધા માટે જરૂરી એવી નૈતિક શુદ્ધિ તો જ ટકી શકે કે જો સાધક વૈરાગ્યશીલ હોય. આમ, પરમાત્માનાં ઐશ્વર્ય અને પ્રેમનું જ્ઞાન, નીતિ અને વૈરાગ્ય એ ત્રણ હોય તો જ પરમાત્માની અનન્ય ભાવવાળી કે એકાંતિક ભક્તિ શક્ય બને છે. એકાંતિક ભક્તની સ્થિતિ અને પ્રાપ્તિ વિશે ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે “જે પ્રાણીમાત્ર પ્રત્યે દોષરહિત, સર્વનો મિત્ર, દયાવાન, ક્ષમાવાન, અહંતા-મમતારહિત, સુખ-દુઃખને વિષે સરખો, સદાય સંતોષી, યોગયુક્ત, ઇન્દ્રિયનિગ્રહી, દઢ નિશ્ચયવાળો છે, અને મારે વિષે જેણે પોતાનાં બુદ્ધિ ને મન અર્પણ કર્યા છે, એવો મારો ભક્ત મને પ્રિય છે.”૫૩ “હું કેવડો અને કોણ છું એ ભક્તિ વડે યથાર્થ જાણે છે અને મને એમ યથાર્થપણે જાણીને મારામાં પ્રવેશ કરે છે. મારો આશ્રય લેનાર સદા સર્વ કર્મ કરતો છતો મારી કૃપા વડે શાશ્વત અવ્યય પદને પામે છે.”૫૪ ભક્તિયોગના મૂલ્યાંકનના સંદર્ભમાં એ સ્પષ્ટ કરવું ઘટે કે ભક્તિમાર્ગ એ રાજમાર્ગ છે એટલે કે ભક્તિમાર્ગની સાધના સર્વદેશી છે. કોઈ પણ પ્રકારનો માણસ કોઈ પણ પરિસ્થિતિમાં ભક્તિ કરી શકે છે. આમ, ભક્તિ સર્વસુલભ અને સુગમ વસ્તુ છે. આમ છતાં ઉત્તમોત્તમ ભક્તિભાવની અનુભૂતિ દુર્લભ રહેતી હોય તો તેનું કારણ માનવસ્વભાવમાં રહેલી અહંકારી જડતા જ છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ જગતના વિદ્યમાન ધર્મો સંદર્ભસૂચિ 2. 1. કિશોરલાલ ઘ. મશરૂવાળા, ગીતાધ્વનિ (ભગવદ્ગીતાનો સમશ્લોકી અનુવાદ), 10 : 41 ગાંધીજી, અનાસક્તિ યોગ, 15 : 13-15 Sri Bhasya, S. B. E. ગ્રંથ 48, P. 86-88 રાધાકૃષ્ણનું, ધર્મોનું મિલન, પૃ. 207 શ્વેતાશ્વતર ઉપનિષદ, 4: 10 ગાંધીજી, અનાસક્તિ યોગ, 7 : 6, 7 શ્રી સ્વામિનારાયણ, વચનામૃતો, કારિયાણી, પ્રકરણ 1 8. નગીન જી. શાહ, પદર્શન (દ્વિતીય ખંડ), પૃ. 257 9. ગાંધીજી, અનાસક્તિ યોગ, 4: 7, 8 10. રાધાકૃષ્ણનું, હિન્દુ ધર્મ, પૃ. 12-13 11. ભાગવત, 1 : 3 : 26 92. J. A. Yajnik, The Philosophy of Sri Syaminarayana, P. 68 13. રાધાકૃષ્ણનું, હિન્દુ ધર્મ, પૃ. 13 14. કિશોરલાલ ઘ. મશરૂવાળા, ગીતાધ્વનિ, 15 : 18 15. કેન ઉપનિષદ, 1 : પ-૬ 16. આનંદશંકર બા. ધ્રુવ, હિન્દુ વેદધર્મ, પૃ.૮૩ 17. એજન, પૃ. 83 18. ગાંધીજી, અનાસક્તિયોગ, 9 : 4-6 96. Satishchandra Chatterjee, The Fundamentals of Hinduism, 45231 3. 20. કિશોરલાલ ઘ. મશરૂવાળા, ગીતાધ્વનિ, 2 : 22 21. નગીન જી. શાહ, ષડ્રદર્શન (દ્વિતીયખંડ), પૃ. 198-206 22. કિશોરલાલ ઘ. મશરૂવાળા, ગીતાધ્વનિ, 18 : 26 23. એજન, 18 : 27 24. એજન, 18 : 28 25. વટ્ટોપાધ્યાય પર્વ હા, મારતીય ટર્શન (An Introduction to Indian Philosophy નો હિન્દી અનુવાદ), P. 10 Page #76 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતો 65 26. Satishchandra Chatterjee, The Fundamentals of Hinduism, P. 74 27. કિશોરલાલ ઘ. મશરૂવાળા, ગીતાધ્વનિ, 2 : 71 28. એજન, 6 : 45 29. ગાંધીજી, અનાસક્તિયોગ, 9 : 30, 31 30. કિશોરલાલ ઘ. મશરૂવાળા, ગીતાધ્વનિ, 18 : 61 39. Rajagopalachari, Hinduism Doctrine and Way of Life (Second Impression), P. 72 32. Macnicol Nicol, Indian Theism (1915), P. 230 33. ગાંધીજી, અનાસક્તિયોગ, 9 : 22 34. એજન, 2 : 20 35. કિશોરલાલ ઘ. મશરૂવાળા, ગીતાધ્વનિ, 3 : 38, 39 36. એજન, 15 : 6 37. શ્રી સ્વામિનારાયણ વચનામૃતો, શ્રી સ્વામિનારાયણના મોક્ષવિચાર માટે જુઓ સારંગપુર, પ્રકરણ 1 38. આનંદશંકર બા. ધ્રુવ, હિન્દુ વેદધર્મ, પૃ. 345 39. નર્મદાશંકર દે. મહેતા, હિન્દ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ, પૃ. 596 40. શ્રી સ્વામિનારાયણ, વચનામૃતો, ગઢડા અંત્ય પ્રકરણ 2 41. એજન, સારંગપુર, પ્રકરણ 15 42. એજન, સારંગપુર, પ્રકરણ 15 43. એજન, સારંગપુર, પ્રકરણ 14 44. કિશોરલાલ ઘ. મશરૂાળા, ગીતાધ્વનિ, 2 : પપ-૫૮ 45. ગાંધીજી, અનાસક્તિયોગ, 3 : 17, 18 46. એજન, 3 : 23-26 47. એજન, 4 : 37 48. રાધાકૃષ્ણનું, હિન્દુ ધર્મ, પૃ. 19 49. કિશોરલાલ ઘ. મશરૂવાળા, ગીતાધ્વનિ, 12 : 5 અને 7 : 19 50. એજન, 2 : 47-48 51. ગાંધીજી, અનાસક્તિયોગ, 5 : 12 પર. એજન, 2 : 51 પ૩. એજન, 12 : 13, 14 54. એજન, 18 : 55, પ૬ Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૫ હિન્દુ ધર્મમાં નીતિ, ભક્તિ અને વૈરાગ્ય " - જયેન્દ્રકુમાર યાજ્ઞિક પ્રાસ્તાવિક : આગલા પ્રકરણમાં વર્ણવેલી જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગની કડક સાધના કરવાનું બહુજનસમુદાય માટે શક્ય નથી. આથી સ્વાભાવિક રીતે પ્રશ્ન ઊઠે છે કે બહુજનસમુદાય માટેની હિન્દુ સાધનાનું સ્વરૂપ કેવું છે? આ પ્રશ્નના જવાબરૂપે હિન્દુ ધર્મશાસ્ત્રો એમ જણાવે છે કે દરેક હિન્દુએ નીતિનું પાલન કરવું જોઈએ અને ભક્તિ અને વૈરાગ્યની ભાવનાને પોષણ મળે તેવી કેટલીક ક્રિયાઓ કરવી જોઈએ. બહુજનસમુદાય માટેની આ હિન્દુ સાધનાનો પરિચય મેળવવા માટે આપણે અહીં 1. હિન્દુ ધર્મના નૈતિક સિદ્ધાંતો, 2. હિન્દુ ધર્મમાં ભક્તિભાવના ને તેની અભિવ્યક્તિ અને 3. હિન્દુ ધર્મમાં વૈરાગ્યભાવના ને તેની અભિવ્યક્તિ એ ત્રણ બાબતોની ક્રમશઃ સમજૂતી મેળવીશું. 1. હિન્દુ ધર્મના નૈતિક સિદ્ધાંતો : હિન્દુ ધર્મના નૈતિક સિદ્ધાંતોનો ખ્યાલ મેળવવા માટે આપણે અહીં આ ચાર બાબતોની સ્પષ્ટતા કરીશું: 1. ચાર પુરુષાર્થ, 2. વર્ણધર્મ, 3. આશ્રમધર્મ અને 4. સાધારણ ધર્મ. 1. ચાર પુરુષાર્થ : માણસ બુદ્ધિશીલ પ્રાણી છે અને તેથી એ જે કંઈ પ્રવૃત્તિ કરે તેનો કોઈક હેતુ હોય જ છે. જીવનની વિવિધ પ્રવૃત્તિઓના હેતુઓ કે જીવનધ્યેયોને હિન્દુ ધર્મમીમાંસકોએ ચાર ભાગમાં વહેચેલા છે. આ ચારમાંના પ્રત્યેકને પુરુષાર્થ કહે છે. આમ, પુરુષાર્થ એટલે જીવનધ્યેય. પુરુષાર્થ ચાર છે : 1. ધર્મ, 2. અર્થ, 3. કામ અને 3. મોક્ષ. 1. ધર્મઃ ધર્મ એટલે કર્તવ્યના પાલનથી પ્રાપ્ત થતો નૈતિક લાભ. પોતાના કર્તવ્યનું બરાબર પાલન કરનાર માણસ સદાચારી અને સદ્ગણી ગણાય છે. આમ, કર્તવ્યપાલનરૂપ સદાચારનું આચરણ કરવું અને તેને અનુરૂપ સદ્ગુણો કેળવવા એ હિન્દુ ધર્મની દષ્ટિએ માણસના જીવનનું એક ધ્યેય છે. જે માણસ આ ધ્યેયને સિદ્ધ કરે છે તે ધર્મ નામના પુરુષાર્થને સિદ્ધ કરે છે. એક પુરુષાર્થ તરીકે ધર્મનું એટલું બધું Page #78 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતો મહત્ત્વ છે કે કોઈપણ ભોગે તેને વળગી રહેવાનો હિન્દુ ધર્મનો આગ્રહ છે. મહાભારતમાં કહ્યું છે કે “જે કર્મ ધર્મવિરોધી હોય તે કર્મથી ગમે તેવું મહાન ફળ મળે તેમ હોય તોયે બુદ્ધિમાન માણસે તેનું આચરણ ન કરવું, કારણ કે તેનાથી (ભ્રષ્ટાચારથી) માણસનું હિત થતું જ નથી.” શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે “ધર્મ વડે જ બધા પુરુષાર્થો (જીવનધ્યેયો) સિદ્ધ થાય છે. આનો અર્થ એ કે હિન્દુ ધર્મનો એ સ્પષ્ટ મત છે કે અર્થ, કામ અને મોક્ષ એ ત્રણ ધર્મ ઉપરાંતના પુરુષાર્થોની પ્રાપ્તિના પ્રયત્નો પણ ધર્મમૂલક હોય તો જ ફળીભૂત થાય છે. 2. અર્થ : અર્થ એટલે પૈસો ટકો અને સાધનસંપત્તિ. નૈતિક લાભની જેમ આર્થિક લાભને પણ હિન્દુ ધર્મ એક જીવનધ્યેય માન્યું છે. ધર્મ, કામ અને મોક્ષ એ ત્રણે પુરુષાર્તને સિદ્ધ કરતી પ્રવૃત્તિઓ તો જ શક્ય બને કે જો માણસ પાસે ભૌતિક સંપત્તિ હોય. આમ, ભૌતિક સંપત્તિને આવશ્યક ગણીને હિન્દુ ધર્મ તેની પ્રાપ્તિના પ્રયત્નોને બિરદાવે છે પણ સાથે સાથે એક મહત્ત્વની શરત મૂકે છે અને તે એ કે ભૌતિક સંપત્તિ ધર્મ વડે, સદાચરણ વડે જ મેળવેલી હોવી જોઈએ. ભ્રષ્ટાચરણ વડે સાંપડેલી સંપત્તિ જીવનના ધ્યેયને સિદ્ધ કરવામાં ઉપકારક નહિ, પણ બાધાકારક નીવડે છે. 3. કામઃ કામ એટલે એશઆરામ અને વિષયભોગમાંથી પ્રાપ્ત થતું સુખ. દરેક માણસે સાદુ થઈ જવું જોઈએ અને તપપ્રધાન તેમજ કષ્ટદાયક જીવન જીવવું જોઈએ એવો હિન્દુ ધર્મનો ઉપદેશ નથી. આથી ઊલટું, હિન્દુ ધર્મની દૃષ્ટિએ કામ એક પુરુષાર્થ છે. મનુસ્મૃતિ કહે છે કે “માણસ કામનાઓનો ગુલામ બની જાય એ ઈચ્છવાયોગ્ય નથી, છતાં જેનામાં કામનાનો અભાવ હોય તેવો માણસ આ જગતમાં ભાગ્યે જ મળે છે. આમ, માણસમાં સુખોપભોગની કામના છે એ હકીકતનો સ્વીકાર કરીને હિન્દુ ધર્મે માણસને એ માટે પ્રવૃત્ત થવાની છૂટ આપી છે. જોકે અહીં પણ સદાચરણનો આગ્રહ જોરદાર છે. હિન્દુશાસ્ત્રો પોકારી પોકારીને એમ કહ્યા કરે છે કે જે માણસ નીતિ કે ધર્મની મર્યાદા ઓળંગીને સુખની શોધમાં નીકળે છે તે આખરે તો આ લોક અને પરલોકમાં પણ દુઃખી જ થાય છે. 4. મોક્ષ : મોક્ષ એટલે આત્યંતિક (કાયમ માટેની) દુઃખનિવૃત્તિ અને શાશ્વત આનંદની પ્રાપ્તિ. હિન્દુ ધર્મની દૃષ્ટિએ માણસ માત્રનું આખરી જીવનધ્યેય મોક્ષ જ હોવું ઘટે. મોક્ષ એ પરમ પુરુષાર્થ છે, કારણ કે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થથી જે કંઈ સિદ્ધ થાય છે તે નાશવંત છે અને તેથી એ ત્રણ પુરુષાર્થને સિદ્ધ કરવાના પ્રયત્નોમાંથી માણસને કાયમી શાંતિ પ્રાપ્ત થાય એ સર્વથા અસંભવિત છે. આમ, હિન્દુ ધર્મની દૃષ્ટિએ ડાહ્યા માણસનું એ પરમ કર્તવ્ય છે કે જીવનના અંતિમ ધ્યેય કે પરમ પુરુષાર્થરૂપ મોક્ષને તે અવગણે નહિ. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે “કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારવો ને કદાપિ કરોડ કામ સુધાર્યા ને એક મોક્ષ બગડ્યો Page #79 -------------------------------------------------------------------------- ________________ 68 જગતના વિદ્યમાન ધર્મો તો શું કર્યું?”૪ આમ મોક્ષને અવગણીને મેળવેલી બધી જીવનસિદ્ધિઓ હિન્દુ પુરુષાર્થ વિચારસરણાની દષ્ટિએ તુચ્છ છે. મોક્ષનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિ માટેના સાધનમાર્ગોની વિચારણા અહીં જરૂરી નથી; કારણ કે આગલા પ્રકરણમાં આપણે એ સંબંધી નિરૂપણ કરેલું જ છે. 2. વર્ણધર્મ? આપણે જોયું કે હિન્દુ ધર્મની દૃષ્ટિએ ધર્મ એ પાયાનો પુરુષાર્થ છે. પ્રત્યેક હિન્દુએ કર્તવ્યપાલનરૂપ સદાચરણ વડે સદ્ગુણી બનવાનું છે. દરેક માણસ પાસે બધા પ્રકારના સદ્ગુણોની આશા રાખવી એ માનસ્વભાવ અંગેનું ઘોર અજ્ઞાન પ્રગટ કરવા બરાબર છે. આથી હિન્દુ ધર્મમાં જુદા જુદા સ્વભાવના માણસો માટે જુદા જુદા સદ્ગુણોની કેળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. જુદા જુદા સ્વભાવના માણસોને હિન્દુ ધર્મશાસ્ત્રો ચાર વિભાગમાં વહેંચે છે : 1. બ્રાહ્મણ 2. ક્ષત્રિય, 3. વૈશ્ય અને 4. શુદ્ર. આ ચાર વર્ણો કહેવાય છે. હિન્દુ ધર્મમાં આ ચારે વર્ણના માણસો માટે જુદાં જુદાં કર્તવ્યો બતાવવામાં આવ્યાં છે. અને એ કર્તવ્યોના પાલન દ્વારા જુદા જુદા સદ્ગુણોની કેળવણીની હિમાયત કરવામાં આવી છે. આની સંક્ષિપ્ત સમજૂતી આપતાં ગીતકાર કહે છે કે - બ્રાહ્મણો, ક્ષત્રિય, વૈશ્યો, શૂદ્રોના જે સ્વભાવથી થયા ભિન્ન ગુણો, તેણે પાડ્યા છે કર્મ ભેદના. શાંતિ, તપ, ક્ષમા, શૌચ, શ્રદ્ધા, નિગ્રહ, આર્જવ, જ્ઞાન, વિજ્ઞાન - આ કર્મ બ્રાહ્મણોનું સ્વભાવથી. શૌર્ય, તેજ, પ્રજારક્ષા, ભાગવું નહિ યુદ્ધથી, દક્ષતા, દાન ને ધૈર્ય - ક્ષાત્રકર્મ સ્વભાવથી ખેતી, વેપાર, ગૌરક્ષા - વૈશ્યકર્મ સ્વભાવથી; સેવાભાવ ભર્યું કર્મ - શૂદ્રોનું એ સ્વભાવથી.”૫ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણની વ્યવસ્થા કોઈ પણ જનસમાજમાં કઈ રીતે જરૂરી છે એ મુદ્દાની સમજૂતી આપતાં આનંદશંકર ધ્રુવ લખે છે કે “વર્ણ એટલે રંગ, ધંધાનો રંગ. ધંધાના રંગ પ્રમાણે જનસમાજમાં ચાર વર્ણ શી રીતે પડે અને પડ્યા એ જોઈએ. 1. વિદ્યા ભણવી અને ભણાવવી, ધર્મ પાળવો અને ઉપદેશવો એ બ્રાહ્મણનો ધંધો થયો. જનસમાજ એની મેળે જ સત્ય અને ધર્મને માર્ગે ચાલતો હોય અને ચાલી શક્તો હોય તો સત્ય-ધર્મ શોધનાર અને ઉપદેશનાર બ્રાહ્મણ સિવાય બીજા વર્ણની જરૂર ન પડે, બલ્બ બ્રાહ્મણ વર્ણની પણ ન પડે એમ કહીએ તો ચાલે. 2. પણ દુનિયા હંમેશાં સીધે અને સાથે માર્ગે જ ચાલતી નથી, જનસમાજમાં અનેક દુષ્ટજનો ચોરી, લૂંટ વગેરે અધર્મના માર્ગ સેવે છે, અને એક રાજ્ય બીજા રાજ્ય પર હલ્લો કરી Page #80 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મમાં નીતિ, ભક્તિ અને વૈરાગ્ય 69 એકબીજાનું દ્રવ્ય, ભૂમિ વગેરે પડાવી લેવા યત્ન કરે છે. જનસમાજના આ આંતર અને બહારની દુશ્મનોને નુકશાન કરતા અટકાવવા માટે, તથા પ્રજાને સુખ અને કલ્યાણને માર્ગે ચઢાવવા માટે, રાજ્યની જરૂર છે. આ રીતે યુદ્ધ, દંડ અને પ્રજાપાલનનો ક્ષત્રિયનો ધંધો ઉત્પન્ન થયો. 3. પરંતુ આ કાર્ય કાંઈ દ્રવ્ય વિના થઈ શકતું નથી. પ્રજાના રક્ષણ માટે અને દુશ્મનો સાથે લડવા માટે તેમજ આખા જનસમાજનાં સામાન્ય સુખ માટે ડગલેપગલે દ્રવ્યની જરૂર પડે છે. એ દ્રવ્ય ઉત્પન્ન કરનાર વર્ગ તે વૈશ્ય છે. વૈશ્યો ખેતી વગેરે ધંધાઓ કરીને તથા પરદેશ સાથે વેપાર ચલાવીને દ્રવ્ય પેદા કરે છે. એ વડે તેઓ જાતે સુખ ભોગવે છે, રાજાને કર આપી રાજ્ય ચલાવવામાં મદદ કરે છે તથા લોકહિતનાં દાન કરી જનસમાજના સુખમાં વધારો કરે છે. 4. ખેતી, વેપાર વગેરે ધંધામાં કોઈક બુદ્ધિ વાપરે તો કોઈકે શારીરિક શ્રમ (મજૂરી) પણ કરવાં પડે. આ શારીરિક શ્રમ કરનાર તે શૂદ્ર. આ પ્રમાણે જનસમાજમાં સ્વાભાવિક નિયમને અનુસરી ચાર વર્ણ ઉત્પન્ન થાય છે અને સમગ્ર જનસમાજના હિત માટે તે દરેકની જરૂર છે. બલ્ક, એમાંનો કોઈ પણ વર્મ બાકીના વર્ણ વગર ટકી શકતો નથી અને પોતાનું કાર્ય કરી શકતો નથી એ સ્પષ્ટ છે. ઋગ્યેદસંહિતાના કાળમાં ઉપર કહ્યા તે ચાર વર્ણ પડી ચૂક્યા છે : જનસમાજમાં ઉપર બતાવ્યું તેમ એ એની મેળે પડે છે જ. તેથી એ ગ્રન્થના પુરુષસૂક્તમાં બતાવ્યું છે તે એ કે આ ચાર વર્ણ જે જનસમાજમાં જોવામાં આવે છે તે એક મહાપુરુષ (ચેતન જનસમાજ)ના જ અવયવો છે, સૌ મળી એક શરીર બને છે. બ્રાહ્મણ એનું મુખ છે, ક્ષત્રિય તે બાહુ, વૈશ્ય તે ઊસ અને શૂદ્ર તે પગ છે-એમ એ સૂક્ત તે તે વર્ણનાં કાર્ય પ્રમાણે અલંકારની વાણીમાં નિર્દેશ કરે છે. કોઈપણ વર્ણને ઉચ્ચ કે નીચા માની બીજા વર્ણનો તિરસ્કાર કરવાનો એનો ઉપદેશ નથી. આખું શરીર જેમ પગ પર ઊભું રહે છે, મુખ, બાહુ અને ઊરુ પણ જેમ પગને આધારે જ રહેલાં છે, તેમ આખો જનસમાજ શુદ્ર ઉપર ટકી રહ્યો છે એમ અર્થ કરીએ તો પણ ચાલે. વસ્તુતઃ સર્વ અવયવને એકબીજાની જરૂર છે. તેમાં મુખ વડે મનુષ્ય પોતાના વિચારની, શબ્દ દ્વારા એકબીજાને આપ-લે કરે છે, અને વિચાર તે મનુષ્યની ઉત્તમ બક્ષિસ છે તેટલા પૂરતો જ બ્રાહ્મણવર્ણને શ્રેષ્ઠ કહેવામાં અર્થ રહેલો છે.” માણસોના જુદા જુદા સ્વભાવ અને જુદા જુદા ધંધા કે કર્મોની સામાજિક જરૂરિયાત એ બે બાબતોને અનુલક્ષીને જ હિન્દુ ધર્મમાં વર્ણવ્યવસ્થા સ્વીકારવામાં આવી છે. ગીતામાં શ્રીકૃષ્ણ સ્પષ્ટ કહે છે કે, “ગુણ અને કર્મના વિભાગ પ્રમાણે ચાર વર્ણ મેં ઉત્પન્ન કર્યા છે.” આમ, માણસનો વર્ણ તેના સ્વભાવ અને વ્યવસાય પરથી નક્કી થાય છે, જન્મથી નહિ. બ્રાહ્મણનાં સંતાનો બ્રાહ્મણ હોય, ક્ષત્રિયનાં સંતાનોમાં ક્ષત્રિયના ગુણ હોય, વેપારી કે ખેડૂતના પુત્રમાં પોતાનાં પિતાના ધંધાની આવડત Page #81 -------------------------------------------------------------------------- ________________ જગતના વિદ્યમાન ધર્મો હોય અને શુદ્રનાં સંતાનો મજૂરી કરી શકે તેવાં શરીર અને સ્વભાવનાં હોય એમ હિન્દુ ધર્મમાં કામચલાઉ ધોરણે સ્વીકારવામાં આવે છે. પણ આ રીતે કરવામાં આવતા વર્ણનિર્ણય આખરી નથી. મનુસ્મૃતિમાં જણાવવામાં આવ્યું છે કે, “જે બ્રાહ્મણ વિદ્યાવ્યાસંગ છોડીને બીજે ક્યાંક મજૂરી કરે છે તે આ જન્મે જ શુદ્ર બની જાય છે.”૮ વળી, “પોતાના ચારિત્ર્ય વડે બ્રાહ્મણ શૂદ્ર બની જાય છે અને શુદ્ર બ્રાહ્મણ બની શકે છે. ક્ષત્રિય અને વૈશ્યકુળમાં જન્મેલાઓને પણ આ જ નિયમ લાગુ પડે છે.” આમ, આપણે જોઈએ છીએ કે માણસના સ્વભાવ અને વ્યવસાય પરથી તેનો વર્ણ નક્કી થાય છે, અને વર્ણ પરથી તેનાં કર્તવ્યો અને સદ્ગુણો નક્કી થાય છે. સમાજમાં પોતાનું જે સ્થાન હોય તે પ્રમાણેનાં કર્તવ્યો કરવા અને તેને અનુરૂપ સદ્ગુણો ખીલવવા એ હિન્દુ ધર્મના મતે દરેક માણસનો “સ્વધર્મ છે. જે માણસ પોતાનાં કર્તવ્યોની ઉપેક્ષા કરે છે અને બીજાનાં કર્તવ્યોમાં હસ્તક્ષેપ કરે છે તે માણસ હિન્દુ ધર્મની દૃષ્ટિએ “સ્વધર્મને છોડીને ‘પરધર્મનું આચરણ કરે છે. આથી ગીતામાં કહેવામાં આવ્યું છે કે, “સ્વધર્મ પાળતાં મૃત્યુ થાય તોપણ તે હિતાવહ છે, જ્યારે પરધર્મ ભયાવહ છે.” ગીતાના આ કથનનું વિવરણ કરતાં ગાંધીજી લખે છે કે, “સમાજમાં એકનો ધર્મ ઝાડુ કાઢવાનો હોય ને બીજાનો ધર્મ હિસાબ રાખવાનો હોય. હિસાબ રાખનાર ભલે ઉત્તમ ગણાય છતાં ઝાડુ કાઢનાર જો પોતાનો ધર્મ છોડે તો ભ્રષ્ટ થાય ને સમાજને હાનિ પહોંચે”૧૦ વર્ણવ્યવસ્થા અને જ્ઞાતિવ્યવસ્થા વચ્ચેનો ભેદઃ વર્ણધર્મનું નિરૂપણ પુરૂં કરતાં પહેલાં વર્ણવ્યવસ્થા અને જ્ઞાતિવ્યવસ્થાનો ભેદ સ્પષ્ટ કરવો જરૂરી છે. વર્ણવ્યવસ્થા એ વર્ણધર્મ કે સ્વધર્મના પાલન માટેની વ્યક્તિ અને સમાજ ઉભયના હિતની વ્યવસ્થા છે. આ વ્યવસ્થાની આવકારદાયકતા અંગે બે મત હોઈ શકે જ નહિ. જ્ઞાતિવ્યવસ્થા આના કરતાં જુદા પ્રકારની વ્યવસ્થા છે. જુદા જુદા પ્રદેશોના વસવાટ પરથી, જુદા જુદા ધંધા પરથી, જુદા જુદા પ્રકારની જીવનરીતિ પરથી એમ અનેક રીતે અસ્તિત્વમાં આવેલી અસંખ્ય જ્ઞાતિઓ વર્તમાન હિન્દુ સમાજમાં જોવા મળે છે. આમ વર્ગો ચાર જ છે જ્યારે જ્ઞાતિઓ અસંખ્ય છે. વળી, જેમ માણસના વર્ણનો નિર્ણય તેના ગુણ અને કર્મ પરથી કરવાની જેવી જોગવાઈ વર્ણવ્યવસ્થામાં છે તેવી જ્ઞાતિવ્યવસ્થામાં નથી. માણસની જ્ઞાતિનો નિર્ણય તો તેના જન્મથી જ થાય છે. છેલ્લે, હિન્દુ ધર્મશાસ્ત્રોમાં વર્ણધર્મ કે સ્વધર્મના પાલન માટે વર્ણવ્યવસ્થાનો જ આદેશ છે. જ્ઞાતિવ્યવસ્થા એ અમુક પ્રકારની સામાજિક પરિસ્થિતિનું પરિણામ છે. વર્તમાન સમાજની જરૂરિયાતોને અનુલક્ષીને જ્ઞાતિવ્યવસ્થામાં કશો ફેરફાર કરવામાં આવે તો તેથી હિન્દુધર્મના વર્ણધર્મને કે સ્વધર્મના સિદ્ધાંતને કોઈ આંચ આવે નહિ, કારણ કે ગાંધીજી કહે છે તેમ “વર્ણને આજની ન્યાત જોડે કસો સંબંધ નથી. તેમજ વર્ણતર ભોજન અને વિવાહનિષેધ વર્ણધર્મનું સ્વીકારનું આવશ્યક અંગ નથી.” Page #82 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મમાં નીતિ, ભક્તિ અને વૈરાગ્ય 71 3. આશ્રમધર્મ: વર્ણધર્મમાં વ્યક્તિનાં કર્તવ્યો કે સદાચરણનો વિચાર તેના સામાજિક સ્થાન અને કાર્યને અનુલક્ષીને કરવામાં આવે છે. આશ્રમધર્મમાં વ્યક્તિ પોતાના જીવનની કઈ અવસ્થાએ છે એ બાબતને ધ્યાનમાં રાખીને તેના માટેના સદાચરણના નિયમો ઘડવામાં આવે છે. હિન્દુ ધર્મમાં માણસના વ્યક્તિગત જીવનની ચાર અવસ્થાઓ કે કક્ષાઓ સ્વીકારવામાં આવી છે, અને એ પ્રત્યેકને “આશ્રમ' નામ અપાયું છે. આમ, આશ્રમો ચાર છે : 1. બ્રહ્મચર્યાશ્રમ 2. ગૃહસ્થાશ્રમ 3. વાનપ્રસ્થાશ્રમ અને 4. સંન્યાશ્રમ. અહીં વપરાયેલા “આશ્રમ” શબ્દની સમજૂતી આપતાં આનંદશંકર ધ્રુવે લખ્યું છે કે “ઋષિઓ જેમ વનમાં “આશ્રમ” - રહેઠાણ બાંધીને રહેતા, તેમ સાધારણ મનુષ્ય આ સંસારરૂપી વનમાં રહીને પવિત્ર જીવન ગાળવું હોય તો ગાળી શકે તે માટે એમણે બાંધેલાં આ રહેઠાણ યાને “આશ્રમ’ છે.”૧૨ આ ચારે આશ્રમો અને તેમનાં ધર્મોની સમજૂતી નીચે પ્રમાણે છે : 1. બ્રહ્મચર્યાશ્રમ : બ્રહ્મચર્યાશ્રમ એટલે વિદ્યા ભણવાનો, બ્રહ્મચર્યનું પાલન કરવાનો અને શિસ્ત તેમજ ખડતલપણું મેળવવાનો ગાળો. પાંચથી આઠ વર્ષની ઉંમરે શરૂ થતો વિદ્યાભ્યાસ લગભગ પચ્ચીસ વર્ષે પૂરો થાય છે. આ સમગ્ર ગાળો બ્રહ્મચર્યાશ્રમનો છે. બ્રહ્મચર્યાશ્રમી કે વિદ્યાર્થીના ધર્મોનો ખ્યાલ મેળવવામાં મનુસ્મૃતિમાંથી લીધેલા નીચેના ઉતારાઓ ઉપયોગી થશે : “બ્રહ્મચારીએ મદ્ય, માંસ, સુગંધી દ્રવ્યો, માળાઓ, રસો (રસના ઇન્દ્રિયને ગમે તેવા પદાર્થો), સ્ત્રીઓ, સઘળા પ્રકારના આસવો અને આથાઓ અને પ્રાણીઓની હિંસા એ બધાંનો ત્યાગ કરવો, વળી, તેણે શરીરે તેલ ન ચોળવું, આંખમાં આંજણ ન આંજવું, જોડા ન પહેરવા અને છત્રી ન ઓઢવી, કામ, ક્રોધ, લોભ, નૃત્ય અને ગીતવાદનનો પણ ત્યાગ કરવો. વળી જૂગટું, ફોગટ પંચાયત, પારકી નિંદા અને અસત્યને છોડવાં; તેમજ સ્ત્રીઓને જોવાનો, તેમને આલિંગન કરવાનો અને પારકાનું ભૂંડું કરવાનો પણ ત્યાગ કરવો.”૧૩. ગુરુએ આજ્ઞા કરી હોય કે ન કરી હોય, તોપણ બ્રહ્મચારીએ પોતાની મેળે જ) નિત્ય અધ્યયનમાં તથા આચાર્યનાં હિતકાર્યોમાં યત્ન કરવો.”૧૪ “માતાપિતા બાળકોના જન્મ-ઉછેર માટે જે કલેશ સહે છે તેનો સેંકડો વર્ષે પણ બદલો વાળી શકાતો નથી. તે માતાપિતા તથા આચાર્યનું સર્વકાળે પ્રિય કરવું; કેમ કે એ ત્રણેય સંતુષ્ટ થાય છે તો જ સર્વ તપનું ફળ સારી રીતે પામી શકાય છે.”૧૫ ૨.ગૃહસ્થાશ્રમઃ ગૃહસ્થાશ્રમ એટલે સંસારમાં રહી જગતની સુખ-સંપત્તિમાં ઉમેરો થાય અને તેની સર્વ પ્રકારે ઉન્નતિ થાય તે માટે પ્રબળ પુરુષાર્થ કરવાનો ગાળો. જીવનના પહેલા ચોથા ભાગમાં વિદ્યાભ્યાસ પૂરો કર્યા પછી બીજા ચોથા ભાગ દરમિયાન એટલે કે પચ્ચીસથી પચાસ વર્ષની ઉંમર દરમિયાન દરેક હિન્દુએ ગૃહસ્થાશ્રમના ધર્મો પાળવાના હોય છે. પોતાના ધર્મમાં સ્થિર રહેવા માટે ગૃહસ્થાશ્રમીએ Page #83 -------------------------------------------------------------------------- ________________ જગતના વિદ્યમાન ધર્મો જે બાબતનું નિરંતર અનુસંધાન રાખવાનું હોય છે તેની ઉપદેશ નીચે આપેલાં તૈત્તિરીય ઉપનિષદનાં દીક્ષાંત વચનો (વિદ્યાભ્યાસ પૂરો થયે જીવનના ભાથારૂપે ગુરૂ તરફથી મળેલી શીખોમાં છે. સત્ય બોલજે, ધર્મનું આચરણ કરજે, સ્વાધ્યાયમાં આળસ કરતો નહિ, ગુરૂને સંતોષ થાય એવી એમને દક્ષિણા આપીને ગૃહસ્થાશ્રમના ધર્મોના પાલનનો સંકલ્પ કરજે અને પ્રજાતંતુનો ઉચ્છેદ કરીશ નહિ. સત્યથી ચળતો નહિ. ધર્મથી ચળતો નહિ. કુશળતા છોડી દેતો નહી. એશ્વર્ય મેળવવા માટે આળસને છોડી દેજે સ્વાધ્યાય અને પ્રવચનમાં આળસ કરતો નહીં દેવ અને પિતૃના કાર્યમાં આળસ કરતો નથી. માતાને દેવ સમાન ગણજે, પિતાને દેવ સમાન ગણજે, ગુરુને દેવ સમાન ગણજે, અતિથિને દેવ સમાન ગણજે. જે અનિશ્વિત અને (નિર્દોષ) કર્મો છે, તે કરવા - બીજા નહી. જે અમારા શ્રેષ્ઠ આચરણો છે તે આચરવા - બીજા નહીં. જે અમારામાં શ્રેષ્ઠ બ્રાહ્મણો છે તેમને આસન આપી તારે તેમનો થાક ઉતારવો. શ્રદ્ધા પૂર્વક દાન આપવું. અશ્રદ્ધાથી આપવું નહી. વૈભવ અનુસાર આપવું, વિનય પૂર્વક આપવું, શાસ્ત્રોની આજ્ઞાનો ભય રાખીને આપવું, દેશ - કાળ - પાત્ર જાણીને આપવું. જો તને શ્રોત-સ્માર્ત કર્મની બાબતમાં અથવા કુલાચારના બાબતમાં શંકા થાય તો ત્યાં જે વિચારશીલ, જિતેન્દ્રિય, કર્મ કરવામાં સમર્થ, સરળ બુદ્ધિના અને ધર્મમાં પ્રીતિવાળા બ્રાહ્મણો હોય જેઓ જેમ તે તે બાબતમાં વર્તતા હોય તેમ તું વર્તજે, તેમજ જો તે પુરુષો પ્રત્યે દોષની શંકા ઉત્પન્ન થાય તો ત્યાં જે બીજા વિચારશીલ, જિતેન્દ્રિય, કર્મ કરવામાં સમર્થ, સરળ બુદ્ધિના અને ધર્મમાં પ્રીતિવાળા બ્રાહ્મણો હોય, તેઓ જેમ તે તે શંકાની બાબતમાં વર્તતા હોય તેમ તું વર્તજે. આ આજ્ઞા છે, આ ઉપદેશ છે, આ વેદનું ગૂઢ રહસ્ય છે, આ ઈશ્વરનું વચન છે”૧૬ ભાગવતમાં કહ્યું છે કે, “બુદ્ધિમાન ગૃહસ્થ જેટલો ખપ હોય તે પ્રમાણે શરીર તથા ઘરમાં ભોગ્ય વસ્તુઓ સેવવી અને પોતે વિરક્ત હોય તો પણ રાગીની પેઠે મનુષ્યલોકમાં મનુષ્યપણું સ્થાપવું–પુરુષાર્થ પ્રકટ કરવો.... જેટલાથી પોતાનું પેટ ભરાય તેટલા જ ધાન્યાદિમાં પ્રાણીઓની પોતાની માલિકી છે, એ સિવાય વધારાના ધાન્યાદિને જે પોતાનું માને છે, તે ચોર હોઈ, શિક્ષાપાત્ર છે.”૧૭ આમ, હિન્દુ ધર્મની દૃષ્ટિએ ગૃહસ્થનો એ પરમ ધર્મ છે કે તે પ્રબળ પુરુષાર્થ કરીને ધનસંપત્તિ મેળવે અને તેનો ઉપયોગ કેવળ પોતાના અંગત સુખ માટે જ ન કરતાં સમાજસેવાના કામમાં પણ તેનો છૂટે હાથે ઉપયોગ કરે અને જો આ રીતે સદ્ગહસ્થો દ્વારા દાન મળી રહે તો જ સમાજસેવાની વિવિધ સંસ્થાઓ અને જીવનના વિવિધ આશ્રમો ટકી શકે. આથી જ મનુસ્મૃતિ કહે છે કે, “જેમ સર્વ જીવો પ્રાણવાયુને આધારે જીવે છે તેમ સર્વ આશ્રમો ગૃહસ્થાશ્રમને આધારે નભે છે.”૧૮ જો દાન આપવું એ ગૃહસ્થનો પરમ ધર્મ હોય તો હરામનું ખાવું, કામચોરી, કરચોરી, શોષણખોરી કે લાંચરુશ્વતથી પારકું ધન પડાવી લઈને તેનો પોતાના અંગત Page #84 -------------------------------------------------------------------------- ________________ 73 હિન્દુ ધર્મમાં નીતિ, ભક્તિ અને વૈરાગ્ય સુખ અને એશઆરામ માટે ઉપયોગ કરવો એ ગૃહસ્થને માટે મોટું પાપ કે અધર્મ બની રહે છે. મનુસ્મૃતિ કહે છે કે, “જે ગૃહસ્થાશ્રમી હંમેશાં પરાત્રથી (પારકાના પરસેવાથી પેદા થયેલા ધન અને અન્નથી) પુષ્ટ બને છે, તેનાં દાન, યજ્ઞ, તપ અને અધ્યયન જે તેની મહેનતનું ખાતો હોય તેનાં થઈ જાય છે; અને મરણ પછી તે તેના અન્નદાતાને ત્યાં (જની મહેનતનો લાભ પોતે ઉઠાવ્યો છે તેને ત્યાં) પશુરૂપે અવતરે છે.”૧૯ કેળવણીની સંસ્થાઓ, દવાખાનાં, અનાથાશ્રમો, ધર્મશાળાઓ વગેરે સામાજિક સંસ્થાઓને દરેક રીતે સહાયભૂત થવા તત્પર એવો ગૃહસ્થ પોતાના કુટુંબની ઉપેક્ષા કરે તે સ્વાભાવિક રીતે યોગ્ય ગણાય નહિ. આથી હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ગૃહસ્થને એવી આજ્ઞા આપવામાં આવી છે કે તે કુટુંબમાં સુખ, સમૃદ્ધિ, સંપ અને શાંતિની વૃદ્ધિ થાય તે માટે નિરંતર કાળજી રાખે અને વૃદ્ધો, બીમાર માણસો,સ્ત્રીઓ, અતિથિઓ, નોકરો અને ઢોરઢાંકરની પણ પ્રેમભરી સંભાળ લેવામાં સાવધાન રહે. 3. વાનપ્રસ્થાશ્રમ : વાનપ્રસ્થાશ્રમ એટલે ગૃહસ્થાશ્રમમાંથી નિવૃત્ત થઈ એકાંતમાં સાધના કરવાનો ગાળો. હિન્દુ શાસ્ત્રોનો આદેશ છે કે માણસ જ્યારે એકાવનમાં વર્ષમાં પ્રવેશ કરે ત્યારે જાણે કે તેણે વનમાં પ્રવેશ કર્યો એમ સમજીને સંસારથી નિવૃત્ત અને વિરક્ત થવાનો તેણે પ્રયત્ન કરવો જોઈએ. આમ, વાનપ્રસ્થાશ્રમીનો એ ધર્મ છે કે તે બ્રહ્મચર્યાશ્રમ દરમિયાન મેળવેલી વિદ્યા અને ગૃહસ્થાશ્રમ દરમિયાન મેળવેલા અનુભવનો ઉપયોગ કરીને પોતાની બુદ્ધિને સ્થિર કરે અને જગતના નાશવંત પદાર્થો અને સંબંધોમાંથી પોતાની વૃત્તિ પાછી ખેંચી લઈને જ્ઞાનયોગ, કર્મયોગ કે ભક્તિયોગની સાધના વડે આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો જીવનમુક્ત બનવાનો યત્ન કરે. 4. સંન્યાસાશ્રમઃ સંન્યાશ્રમ એટલે સર્વ પ્રકારના સંગનો ત્યાગ કરીને એકાકી આત્મારૂપે કેવળ લોકહિતમાં જ રત રહેવાનો ગાળો. વાનપ્રસ્થાશ્રમમાં શરૂ કરેલી સાધના પુરી થતાં સાધક સાધક મટીને સિદ્ધ બને છે અને તે પછી તેના જીવનનો ચોથો ભાગ કે સંન્યાશ્રમ શરૂ થાય છે. સંન્યાસીની આધ્યાત્મિક સ્થિતિનું વર્ણન કરતાં ગીતાકાર કહે છે કે - “આસક્ત નહિ જે ક્યાંય, જિતાત્મ, નિસ્પૃહી સદા, પર નિષ્કર્મની સિદ્ધિ તેને સંન્યાસથી મળે”૨૦ આમ, જીવન્મુક્તની દશાને પામીને સંન્યાસી જગન્ગનો ધર્મ સમજાવે છે, એટલે કે પોતાને થયેલ જ્ઞાનલાભનો કેવળ લોકકલ્યાણાર્થે સમભાવપૂર્વક ઉપદેશ કરે છે. સંન્યાસીના ઉપદેશની વાણી અને તેના સમગ્ર વર્તનમાં સત્ય અને અહિંસાનું કેટલી હદે પાલન થવું જોઈએ એ બાબતનો ખ્યાલ મનુસ્મૃતિ અને શિક્ષાપત્રીનાં નીચેના વચનો પરથી આવશે : Page #85 -------------------------------------------------------------------------- ________________ 74 જગતના વિદ્યમાન ધર્મો મનુસ્મૃતિમાં લખ્યું છે કે, “સંન્યાસીએ સત્ય અને અહિંસાથી યુક્ત તેમજ અપકાર, કપટ, કઠોરતા, ક્રૂરતા અને નિંદાથી રહિત વાણી બોલવી. સંન્યાસી દષ્ટિથી પવિત્ર ડગલું મૂકે (જીવજંતુ કચડાઈ ન જાય તેની કાળજી રાખીને), વસ્ત્રથી ગાળેલું પાણી પીએ અને સત્યથી પવિત્ર થયેલી વાણી બોલે..”૨૧ ( શિક્ષાપત્રી કહે છે કે સંન્યાસીને “કોઈક કુમતિવાળા દુષ્ટજન હોય, ને તે પોતાને ગાળ દે અથવા મારે તો એ સહન જ કરવું; પણ તેને સામી ગાળ ન દેવી; ને મારવો નહિ; અને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું; પણ તેનું ભૂંડુ થાય એવો તો સંકલ્પ પણ ન કરવો.”૨૨ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમની ઉપર્યુક્ત વ્યવસ્થા માણસને ક્રમિક રીતે જીવનના પરમ પુરુષાર્થ-મોક્ષ તરફ લઈ જવાની વ્યવસ્થા છે. હિન્દુ ધર્મ એમ માને છે કે સામાન્ય રીતે માણસ આ રીતની ચાર અવસ્થાઓમાંથી પસાર થઈને પૂર્ણતાને પામતો હોય છે. પરંતુ તેમાં અપવાદને પણ અવકાશ છે. દા.ત. શંકરાચાર્યે બ્રહ્મચર્યાશ્રમ પછી સીધો જ સંન્યાસાશ્રમનો સ્વીકાર કર્યો હતો. આશ્રમવ્યવસ્થા અંગે એક નોંધપાત્ર મુદ્દો એ છે કે વર્ણવ્યવસ્થાની જેમ આશ્રમવ્યવસ્થા પણ માનવસ્વભાવના ઊંડા જ્ઞાન પર રચાયેલી છે અને તેથી જેવી રીતે કોઈ પણ સમાજમાં વર્ણવ્યવસ્થા જેવી કોઈ વ્યવસ્થા હોય એ વ્યક્તિ અને સમાજના હિતની દૃષ્ટિએ જરૂરી છે તેવી જ રીતે કોઈ પણ વ્યક્તિના જીવનમાં આશ્રમવ્યવસ્થા જેવી કોઈ વ્યવસ્થા હોય એ તેના નૈતિક અને આધ્યાત્મિક વિકાસ માટે અત્યંત જરૂરી છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ એ ચાર આશ્રમોમાં છેલ્લો આશ્રમ એવો છે કે ત્યાં સુધીનો વિકાસ એક જ જન્મે તો વિરલ સંતપુરુષો જ સાધી શકે. પણ બ્રહ્મચર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમના ધર્મોનું પાલન કરીને પછી નિવૃત્તિવયે વાનપ્રસ્થાશ્રમીની રીતે રહેવાનો યત્ન કરવાનું તો કોઈ પણ માણસ માટે શક્ય છે. આમ, “જમાનો બદલાયો છે એમ બહાનું બતાવીને આશ્રમવ્યવસ્થાનાં સનાતન તત્વોને અવગણવાને બદલે એ સનાતન તત્ત્વોને અનુસરીને પોતાના સમગ્ર જીવનને બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમની યોજનામાં ગોઠવવાનો સાવધાનીપૂર્વક પ્રયત્ન કરવો એ પ્રત્યેક હિન્દુનો ધર્મ છે. આજનો હિન્દુ આ ધર્મથી ચલિત થયો છે એ વાતનો અફસોસ કરતાં ગાંધીજી કહે છે કે “તમે હિન્દુસ્તાનના ચારે ખૂણા ફરી વળો તોય તમને સાચો બ્રહ્મચારી કે સાચો ગૃહસ્થ શોધ્યોએ જડશે નહિ, વાનપ્રસ્થાશ્રમી અને સંન્યાસીની તો વાત જ ક્યાં રહી?”૨૩ જરૂર છે. આપણે હિન્દુ ધર્મના સાચા હાર્દને આપણા હૃદયમાં પુનઃ પ્રગટ કરીએ અને પછી પૂછીએ કે તેનાથી આપણા આત્માને સંતોષ મળે છે કે નહિ.”૨૪ Page #86 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મમાં નીતિ, ભક્તિ અને વૈરાગ્ય 75 4. સાધારણ ધર્મ : સાધારણ ધર્મ એટલે દરેક માણસે પાળવાનો સદાચાર, સાધારણ ધર્મને “સામાન્ય ધર્મ” તેમજ “સાર્વવર્ણિક ધર્મને નામે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ ધર્મનું પાલન ગમે તે વર્ણ કે આશ્રમના હરકોઈ માણસે કરવાનું છે. હિન્દુ ધર્મશાસ્ત્રોએ બધા માણસો માટે સર્વસમાનપણે નક્કી કરેલા સદાચારનો ખ્યાલ મેલવવામાં યાજ્ઞવક્ય સ્મૃતિ ભગવદ્ગીતા અને શ્રીમદ્ ભાગવતનાં અનુક્રમે નીચે આપેલા વચનો ઉપયોગી થશે. 1. “અહિંસા, સત્ય, અસ્તેય(ચોરી ન કરવી), પવિત્રતા, ઇન્દ્રયનિગ્રહ, દાન, દમ, દયા, ક્ષમા-એ સર્વ (મનુષ્યો)નું ધર્મનું સાધન છે.”૨૫ 2. “હે ભારત ! અભય, અંતઃકરણની શુદ્ધિ, જ્ઞાન અને યોગને વિશે નિષ્ઠા, દાન, દમ, યા(સાધના) સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપેશન (કોઈની ચાડી ન ખાવી તે), ભૂતદયા, અલોલુપતા, મૃદુતા, મર્યાદા, અચંચળતા તેજ, ક્ષમા ધૃતિ, શૌચ, અદ્રોહ, નિરાભિમાન- આટલા ગુણો.”૨૬ મનુષ્યની દૈવી સંપત્તિ છે. 3. “હે પાંડવ! સત્ય, દયા, તપ, શૌચ(પવિત્રતા), તિતિક્ષા(સહનશીલતા), ઈક્ષા(યોગ્યાયોગ્ય વિવેક), શમ (શરીરનો સંયમ), દમ (ઇન્દ્રિયસંયમ), અહિંસા, બ્રહ્મચર્ય, ત્યાગ (દાન), સ્વાધ્યાય(શાસ્ત્રાભ્યાસ), આર્જવ, સંતોષ, સમદષ્ટિવાળુ વર્તન, ધીરે ધીરે વિષયોથી વૈરાગ્ય, માણસોની ક્રિયા અવળી કેમ જાય છે તેનો વિચાર, મૌન, આત્મજ્ઞાન, પોતાનાં અન્નાદિમાંથી યથાયોગ્ય બીજાં પ્રાણીને ભાગ આપવો તે, સર્વ પ્રાણીઓ અને તેમાં પણ વિશેષ કરીને માણસોને આત્મા તથા દેવરૂપ જાણવાં તે (તથા): મહાત્માઓની ગતિરૂપ ભગવાનનું શ્રવણ, કીર્તન, સ્મરણ, સેવા, ઈજ્યા(પૂજા), નમસ્કાર, દાસ્ય, સખ્ય અને આત્મસમર્પણ-એમ ત્રીસ લક્ષણોવાળો આ ઉત્તમ ધર્મ સર્વ પુરુષોને કહેલો છે.”૨૭ ઉપર ગણાવેલા સદ્દગુણોના આચરણરૂપ ધર્મના પાલનમાં વિઘ્નરૂપ દોષો ગણાવીને તેમને ટાળવાનો ઉપદેશ મહાભારતકારે આપેલો છેઃ “હે ધૃતરાષ્ટ્ર ! દસ જણ ધર્મને જાણતા નથી એમને તમે બરાબર જાણી લો. ઉદ્ધત, પ્રમાદી, નશામાં આવેલો, થાકેલો, ક્રોધી, ભૂખ્યો, ઉતાવળો, બીકણ, લોભી અને કામી એ (ધર્મને નહિ જાણનારા) દસ જણ છે. આથી ડાહ્યા માણસે આ આવેશોમાં આવવું નહિ.”૨૮ યાજ્ઞવલ્કય સ્મૃતિ, ગીતા અને ભાગવતમાં ગણાવવામાં આવેલા સદ્ગુણોની ઉપર્યુક્ત યાદી જોતાં એ સ્પષ્ટ થશે કે માણસ કેવળ નૈતિક દૃષ્ટિ (ધર્મનિરપેક્ષ એવી નૈિતિક દૃષ્ટિ) એ ઘણો સારો માણસ બને એટલાથી હિન્દુ ધર્મશાસ્ત્રોને સંતોષ નથી. આ શાસ્ત્રોનો અભિપ્રાય એવો છે કે નૈતિક દૃષ્ટિએ આદર્શરૂપ ગણી શકાય તેવો માણસ તે જ છે કે જેનામાં ઉચ્ચ પ્રકારના નૈતિક ગુણો ઉપરાંત જીવન પ્રત્યેની આધ્યાત્મિક દષ્ટિ (આત્મા અને પરમાત્માના અસ્તિત્વનો સ્વીકાર કરીને તેમને જીવનમાં Page #87 -------------------------------------------------------------------------- ________________ 76 જગતના વિદ્યમાન ધર્મો કેન્દ્રસ્થાને મુકનારી દૃષ્ટિ) અને ભક્તિભાવનાનું પોષણ કરનારા ગુણો પણ હોય. આમ, હિન્દુ દષ્ટિએ સાચો સદાચારી માણસ સાધનાપંથનો પ્રવાસી હોય છે. પ્રત્યેક માણસ આવો સદાચારી બને તેવી હિન્દુ ધર્મની અપેક્ષા છે અને તેથી જ આ પ્રકારના સદાચારને માણસમાત્રનો સાધારણ ધર્મ ગણવામાં આવ્યો છે. 2. હિન્દુ ધર્મમાં ભક્તિભાવના અને તેની અભિવ્યક્તિ 1. ભક્તિનું સ્વરૂપ : ' ભક્તિની વ્યાખ્યા : નારદભક્તિસૂત્રમાં ભક્તિના સ્વરૂપનું આ રીતે વર્ણન કરવામાં આવ્યું છે : “હવે અમે ભક્તિની વ્યાખ્યા કરીએ છીએ. ભગવાનમાં પરમ પ્રેમ એ ભક્તિનું સ્વરૂપ છે, તે અમૃતસ્વરૂપ પણ છે, જે મેળવીને મનુષ્ય સિદ્ધ થાય છે, અમર થાય છે અને તૃપ્ત થાય છે. તે મળ્યા પછી મનુષ્યને કોઈ પ્રકારની ઈચ્છા રહેતી નથી. તેને શોક થતો નથી, તે દ્વેષ કરતો નથી. કોઈ વસ્તુમાં આસક્ત થતો નથી અને તેને વિષયભોગ માટે ઉત્સાહ રહેતો નથી. તે પરમ પ્રેમરૂપ ભક્તિને જાણીને મનુષ્ય ઉન્મત્ત થઈ જાય છે, શાંત થઈ જાય છે, આત્મામાં રમણ કરવાવાળો થાય છે.”૨૯ ભક્તિનું સાધન હિન્દુ ધર્મશાસ્ત્રોએ સંતપુરુષોના સત્સંગને ભક્તિના ઉદ્ભવનું મુખ્ય સાધન માનેલું છે. ભાગવતમાં કહ્યું છે કે “મહાન સાધુપુરુષોની સેવા એ મોક્ષનું દ્વાર છે અને સ્ત્રીઓના સંગીઓનો સંગ એ નરકનું દ્વાર છે. જે સમદષ્ટિવાળા હોય, શાંત, ક્રોધરહિત, સર્વના મિત્ર અને સદાચારવાળા હોય તેમને મહાન સાધુપુરુષ સમજવા”૩૦ આવા સાધુપુરુષોના સમાગમથી મુમુક્ષુ આ જગતના રાગમાંથી મુક્ત થઈ કેવળ ભગવાનનો અનુરાગી બને છે અને ગીતામાં કહ્યા પ્રમાણે “જે ભગવાનનો અનુરાગી છે તે ભગવાનમાં અને ભગવાન તેનામાં રહે છે.”૩૧ આથી ભાગવતમાં ભગવાન કહે છે કે “સર્વ પ્રકારના સંગથી છોડાવી દે એવા સત્સંગ દ્વારા હું જેવો વશ થાઉં છું, તેવો યોગ, સાંખ્ય ધર્મ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, ઈષ્ટ, પૂર્ત, દક્ષિણા વ્રત, યજ્ઞ, વેદ, તીર્થ, યમ, નિયમ વગેરે કોઈ સાધનથી વશ થતો નથી.૩૨ પ્રેમી ભક્તિનો મહિમા : સંતપુરુષો અને ભગવાનની કૃપાથી૩૩ જેમનામાં શુદ્ધ પ્રેમસ્વરૂપ ભક્તિનો ઉદય થયો હોય એવા અનન્ય કે એકાંતિક ભક્તનો મહિમા સમજાવતાં નારદભક્તિસૂત્ર જણાવે છે કે “એવા અનન્યભક્ત કંઠાવરોધ, રોમાંચ અને અશ્રુયુક્ત નેત્રવાળા થઈ પરસ્પર સંભાષણ કરતા પોતાના કુળને અને પૃથ્વીને પણ પવિત્ર કરે છે. એવા ભક્તો તીર્થોને સુતીર્થ કરે છે, કર્મોને સુકર્મ કરે છે અને શાસ્ત્રોને સલ્લાસ્ત્ર કરે છે, કારણ કે તેઓ તન્મય થઈને રહે છે. આવા ભક્તોને જોઈ પિતૃઓ વિદ્યા, રૂપ, કુળ, ધન અને ક્રિયાનો ભેદ રહેતો નથી, કારણ કે બધા ભક્તો ભગવાનના જ છે.”૩૪ Page #88 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મમાં નીતિ, ભક્તિ અને વૈરાગ્ય ભક્તિના પ્રકાર : ભાગવતમાં ભક્તિના નવ પ્રકારો ગણવામાં આવ્યા છે : ભગવાનની કથાઓનું શ્રવણ, કીર્તન અને સ્મરણ; ભગવાનનું પાદસેવન, અર્ચન અને વંદન; તેમજ ભગવાન પ્રત્યે દાસ્યભાવ, સખ્યભાવ અને આત્મનિવેદનનો ભાવ.3પ આ નવ પ્રકારોમાં પહેલા છ પ્રકારની ભક્તિ બાહ્ય ક્રિયાઓ સાથે સંબંધ ધરાવે છે અને તે સાધ્યરૂપ તેમજ સાધનરૂપ બંને હોઈ શકે છે. આવી સાધનરૂપ ભક્તિને વૈધિભક્તિ કે ગૌણી ભક્તિ પણ કહે છે. ગૌણી ભક્તિના તામસી, રાજસી અને સાત્ત્વિકી એવા ત્રણ ચાર પ્રકાર ભાગવતમાં ગણાવવામાં આવેલા છે. જે માણસ ભક્તિ રાજસી છે અને જે માણસ સર્વ કર્મ ભગવાનને અર્પણ કરીને સાચી ભક્તિભાવનાના ઉદય માટે ભક્તિ કરે છે તેની ભક્તિ સાત્ત્વિકી છે.૩૬ સાત્ત્વિકી ભક્તિ અને સત્સંગથી ભક્તમાં ભગવાન પ્રત્યે દાસ્યભાવ, સખ્યભાવ અને આત્મનિવેદનનો ભાવ ઉદય પામે છે અને એ રીતે તે અનન્ય, એકાંતિક કે પ્રેમીભક્તની સ્થિતિને પામે છે. ભક્તિયોગને સિદ્ધ કરે છે. - ભક્તિ, શરણાગતિ અને સદાચરણ: ભક્તિયોગને સિદ્ધ કરાવનાર સાત્ત્વિકી ભક્તિ અને સત્સંગ કરનાર ભક્તમાં ભગવાન પ્રત્યે શરણાગતિની ભાવના હોય અને ભગવાનની આજ્ઞારૂપ સદાચરણના પાલનનો દઢ આગ્રહ હોય એ હિન્દુ ધર્મશાસ્ત્રોએ ખૂબ જરૂરી માન્ય છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે “મારામાં મન લગાડ, મારો ભક્ત થા, મારે માટે યજ્ઞ કર, મને નમસ્કાર કર. (એમ કરવાથી) તુ મને જ પામીશ એ મારી સત્ય પ્રતિજ્ઞા છે. તું મને પ્રિય છે. બધા ધર્મોનો (અહંતા અને મમતામાંથી જન્મતા બધા આગ્રહોનો) ત્યાગ કરીને એક મારું જ શરણ લે. હું તને બધાં પાપોથી મુક્ત કરીશ. શોક ન કર.”૩૭ જેણે ભગવાનનું શરણ સ્વીકાર્યું હોય તેને ભગવાન સિવાયના કોઈ ફળની આસક્તિ ન હોવી જોઈએ અને તેનું આ પ્રમાણે કરેલી છે : “એક વખત ગુરુ વસિષ્ઠ, બ્રાહ્મણો અને નગરવાસીઓને આમંત્રણ આપી બોલાવીને જન્મમરણનો નાશ કરનાર ભગવાન રઘુનાથજીએ પ્રવચન કર્યું : હે સમસ્ત નગરજનો ! સાંભળો, હું હૃદયમાં મમત્વ લાવીને કહેતો નથી, તેમજ (હું કહું છું તેમાં) અનીતિ કે પ્રભુતા પણ નથી; માટે સાંભળો, અને જો ઠીક લાગે તો તે પ્રમાણે વર્તો. તે જ મારો સેવક છે અને તે જ મને અતિ પ્રિય છે, કે જે મારી આજ્ઞા માને છે. તે ભાઈઓ ! જો હું કંઈ અનીતિ કહેતો હોઉં તો ભય છોડીને મને અટકાવજો...મારો દાસ કહેવડાવી મનુષ્ય આશા રાખે-ક્લાસક્તિ રાખે-તો એનો (મારામાં) વિશ્વાસ ક્યાં છે? ઘણી વધારીને શી વાત કહું? ભાઈઓ ! હું આચરણને જ વશ છું.”૩૮ Page #89 -------------------------------------------------------------------------- ________________ 78 જગતના વિદ્યમાન ધમાં 2. ભક્તિભાવનાની અભિવ્યક્તિ હિન્દુ ધર્મમાં ભક્તિભાવનાની અભિવ્યક્તિ કથાકીર્તન દ્વારા, મૂર્તિપૂજા અને પ્રાર્થના દ્વારા તેમજ વ્રતો અને ઉત્સવો દ્વારા કરવામાં આવે છે. ભક્તિભાવનાની અભિવ્યક્તિની આ વિવિધ રીતો સંક્ષેપમાં વર્ણવીએ. 1. કથાકીર્તન : હિન્દુ મંદિરોમાં ભગવાનની કથા, કીર્તન અને ધૂનભજનાદિનો કાર્યક્રમ નિત્યકર્મરૂપે રાખવામાં આવે છે. હિન્દુ કુટુઓમાં પણ રોજના સ્વાધ્યારૂપે કથાકીર્તન અને ધૂનભજન થવાં જોઈએ એવી શાસ્ત્રાજ્ઞા છે. આ ઉપરાંત વિદ્વાન પુરોહિતને બોલાવી ભાગવતકે રામાયણ જેવા ગ્રંથની કથા કરાવવાનો તેમજ ભજનમંડળીઓને નિમંત્રીને ધૂન-ભજનનો કાર્યક્રમ યોજવાનો રિવાજ પણ હિન્દુઓમાં છે. કરીને તેનું વિધિસરનું પૂજન કરવામાં આવે છે. ભગવાનની મૂર્તિ એટલે વિષ્ણુ, શિવ, સૂર્ય, ગણપતિ અને શક્તિ એ પંચાયતનમાંના કોઈની કે શ્રીકૃષ્ણ, રામચંદ્રજી વગેરે અવતારોમાંના કોઈની ધાતુની, પાષાણની, કાષ્ઠની કે ચીતરેલી પ્રતિમા. ઘરમાં ભગવાનની મૂર્તિને મોઘેરા મહેમાનની પેઠે એ મંદિરમાં તેને મહારાજાધિરાજની પેઠે સેવવામાં આવે છે. એટલે કે ભગવાનની મૂર્તિ સમક્ષ સવારે, બપોરે, બપોર પછીના સમયે, સંધ્યા સમયે અને રાત્રે એમ પાંચ વાર ઋતુ પ્રમાણેનાં વિવિધ ખાનપાન અને એવામીઠાઈનો થાળ ધરાવવામાં આવે છે અને ધૂપદીપ તેમજ ઘંટનાદ સાથે ભગવાનની આરતી કરવામાં આવે છે. હિન્દુ મંદિરોમાં દર્શનાર્થે જનારા ભક્તો ભગવાનની મૂર્તિને પુષ્પ, ફળ વગેરે કંઈક ધરાવીને ભગવાનને પ્રણામ કરે છે અને તેમની પ્રદક્ષિણા કરે છે. માનસીપૂજા : ભગવાનની પૂળ મૂર્તિની ઉપર્યુક્ત રીતે પૂજા કરવાને બદલે ધ્યાનમાં બેસીને ભગવાનની મૂર્તિને માનસિક રીતે ધારીને તેની એ જ રીતે પૂજા કરવાની વિધિ માનસીપૂજા કહેવાય છે. સ્થૂળ પૂજા કરતાં માનસીપૂજાનો મહિમા સ્વાભાવિક રીતે વિશેષ છે, કારણ કે તેમાં સધાતી એકાગ્રતાને લીધે ભક્તિભાવ વધારે ઉત્કટ બની શકે છે. મૂર્તિપૂજાની સમીક્ષા : મૂર્તિપૂજાનાં મૂલ્ય અને મર્યાદા અંગેનો હિન્દુ ધર્મનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરવાનું અહી જરૂરી છે. મૂર્તિપૂજાનું સ્વરૂપ અને મૂલ્ય સમજાવતાં આનંદશંકર ધ્રુવ લખે છે કે “હિન્દુઓ મૂર્તિથી પર તત્ત્વને મૂર્તિમાં પ્રત્યક્ષ કરે છે... મૂર્તિપૂજા એ પરમાત્માને સંકડાવી નાખવાના પ્રયત્નમાંથી નીકળી નથી, પણ એનો અવ્યવહિત રીતે સાક્ષાત્કાર કરવાની ઉત્સુક્તામાંથી ઉદ્દભવી છે..... મૂર્તિપૂજા આલિંગવાનો પ્રયત્ન છે.”૩૯ આવા પ્રયત્નનું કેવળ સાધન તરીકે જ મૂલ્ય છે એમ સ્પષ્ટ કરતાં ગાંધીજીએ લખ્યું છે કે “મૂર્તિપૂજા એ મનુષ્યસ્વભાવનું જ એક અંગ છે. આપણે કંઈ ને કંઈ સ્કૂલ વસ્તુને માનવા પૂજવાના તરસ્યા રહીએ છીએ. માણસ Page #90 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મમાં નીતિ, ભક્તિ અને વૈરાગ્ય બીજી જગા કરતાં મંદિર કે દેવાલયમાં જ કંઈક વધારે શાંત અને સાત્વિક મનોવૃત્તિવાળો બને છે. એનું રહસ્ય બીજું શું છે? મૂર્તિ એ ઉપાસનાની સહાયક છે હું મૂર્તિપૂજાને પાપ માનતો નથી.”૪૦ મૂર્તિપૂજા દ્વારા જે ભક્તિભાવ સિદ્ધ કરવાનો છે તે થઈ ગયા પછી મૂર્તિપૂજા જરૂરી રહેતી નથી એ વાત શિવપુરાણમાં આ રીતે કહેવામાં આવી છે : “ઈશ્વરની હાજરી સહેજે અનુભવાય એ “સહજ સમાધિની અવસ્થા ઉત્તમ છે ધ્યાનધારણા વગેરે ક્રિયાઓ બીજે નંબરે છે; મૂર્તિની પૂજા ત્રીજે નંબરે છે; અને હોમ, યાત્રા વગેરે છેક છેલ્લાં આવે છે.૪૧ પ્રાર્થના : મૂર્તિપૂજા અંગેના ઉપર્યુક્ત હિન્દુ વિચારો પરથી સ્પષ્ટ થશે કે હિન્દુઓમાં મૂર્તિપૂજા થાય છે પણ તે અનિવાર્યપણે થવી જ જોઈએ એવો હિન્દુ ધર્મનો આગ્રહ નથી અને તેથી કેટલાક હિન્દુઓ મૂર્તિપૂજાનું અવલંબન લીધા સિવાય પણ પ્રાર્થના કરે છે. હિન્દુ ધર્મની દૃષ્ટિએ પૂજા એ પ્રાર્થનાનો જ એક પ્રકાર છે, પ્રાર્થનાના બીજા પ્રકારોમાં મંત્રજાપ, સ્તોત્રપાઠ, ભગવાનના કલ્યાણકારી ગુણોનું અને તેમના મહિમાનું ચિંતવન, પોતાના દોષોથી મુક્ત થવા માટે તેમજ ઉત્તમ પ્રકારની ભક્તિના ઉદય માટે કૃપાયાચના, ભગવાનની ભક્તવત્સલતા અને કરુણામયતાનો અનુભવ, ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. 3. વ્રતો અને ઉત્સવો : વર્ષના અમુક અમુક દિવસોએ જગતના વ્યવહારમાં રજા પાડીને નિરાહારી કે માત્ર ફળાહારી રહીને ભગવાનનાં ધ્યાનભજન અને આત્મનિરીક્ષણમાં આખો દિવસ ગાળવાનો હિન્દુ ધર્મશાસ્ત્રોએ આદેશ આપેલો છે. ગોકુલાષ્ટમી, રામનવમી, મહિનામાં બે વાર આવતી એકાદશી અને શિવરાત્રી એ પ્રકારનું વ્રત કરવા માટેના વિશેષ જાણીતા દિવસો છે. માણસની આધ્યાત્મિકતા અને ભક્તિભાવનાનું સાતત્ય જળવાઈ રહે અને સંસારની વિટંબણાઓમાં તે પોતાના અંતિમ લક્ષ્યને સાવ ભૂલી ન જાય તે માટે આ વ્રતોની યોજના છે. વ્રતના દિવસો એ વ્યક્તિગત સાધનાના દિવસો તો છે જ. તેમની સામુદાયિક સાધના પર પણ અસર પડે તે હેતુથી હિન્દુ ધર્મશાસ્ત્રોએ વ્રતના દિવસોએ મંદિરમાં અને ઘેર ઉત્સવ મનાવવાની પણ આજ્ઞા કરેલી છે. પ્રો.મહાદેવન કહે છે તેમ મંદિરો એ સ્થળમાં ઊભા કરવામાં આવેલાં પ્રતીકો છે, જ્યારે ઉત્સવો એ કાળમાં ગોઠવવામાં આવેલાં પ્રતીકો છે. 42 વ્યાપક જનસમુદાયને ઈશ્વરાભિમુખ બનાવવામાં આ બંને પ્રકારનાં પ્રતીકો ઘણો મોટો ભાગ ભજવે છે. 3. હિન્દુ ધર્મમાં વૈરાગ્યભાવના અને તેની અભિવ્યક્તિ 1. વૈરાગ્યનું સ્વરૂપ : 1. વૈરાગ્યની વ્યાખ્યા : શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ ગુણો ધરાવતા આ જગતના વિવિધ ભૌતિક પદાર્થોને માણસ અનુક્રમે પોતાની શ્રવણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય નેગેન્દ્રિય, સ્વાદેન્દ્રિય અને પ્રાણેન્દ્રિય એ પાંચ ઇન્દ્રિયો વડે ભોગવે છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ જગતના વિદ્યમાન ધર્મો પંચજ્ઞાનેન્દ્રિયોના વિષયભોગ પ્રત્યે માણસનું મન સ્વાભાવિક રીતે આસક્તિ અનુભવે છે. વિષયભોગ પ્રત્યેની આવી આસક્તિનો જે માણસમાં અભાવ હોય તે વૈરાગ્યશીલ કહેવાય છે. આમ, વૈરાગ્ય એટલે પંચજ્ઞાનેન્દ્રિયોના વિષયભોગમાં અનાસક્તિ કે તે પ્રત્યેની ઉદાસીનતા. હિન્દુ ધર્મમાં વૈરાગ્યની ભાવનાનું મૂલ્ય કેવળ સાધન તરીકે જ છે. આત્મા અને પરમાત્માની પ્રાપ્તિ માટેની જ્ઞાનયોગ, કર્મયોગ કે ભક્તિયોગની સાધનામાં આગળ જવા માટે વૈરાગ્યની આવશ્યકતા છે અને એ દૃષ્ટિએ જ હિન્દુ ધર્મમાં વૈરાગ્યનું મહત્ત્વ છે. માણસ જગતના સુખોપભોગ અને સિદ્ધિના રાગથી મુક્ત થાય. વીતરાગ બને. પણ જો તેનામાં પરમાત્મામાં અનુરાગ ન જાગે તો એનો વૈરાગ્ય શુષ્ક અને નિરર્થક છે. અને એવા વૈરાગ્યનું હિન્દુ ધર્મની દૃષ્ટિએ કંઈ જ મૂલ્ય નથી. આમ, ઉપર આપેલી વૈરાગ્યની વ્યાખ્યા વૈરાગ્ય અંગેની સામાન્ય સમજ રજૂ કરે છે. પણ તેમાં હિન્દુ વૈરાગ્યભાવનાની પૂરેપૂરી નહિ પણ ફક્ત અર્ધી જ રજૂઆત છે. વૈરાગ્ય અંગેના હિન્દુ ખ્યાલની પૂરી રજૂઆત થાય એ રીતે વૈરાગ્યની વ્યાખ્યા આપતાં શ્રી સ્વામિનારાયણે લખ્યું છે કે “ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહિ તે વૈરાગ્ય જાણવો.”૪૩ વિષયભોગમાં રાગનો અભાવ અને પરમાત્મામાં રાગનો અતિરેક એ વૈરાગ્યનાં બંને પાસાં હિન્દુ ધર્મની દૃષ્ટિએ અવિભક્ત છે એ મુદ્દાની સ્પષ્ટતા ગાંધીજીએ પણ કરેલી છે : “જે અંતર્મુખ થયો છે તે જ ઈશ્વર સાક્ષાત્કાર કરી શકે અને તે જ પરમ આનંદ પામે. વિષયોથી નિવૃત્ત રહી કર્મ કરવા અને બ્રહ્મસમાધિમાં રમવું એ બે નોખી વસ્તુ નથી, પણ એક જ વસ્તુને જોવાની બે દષ્ટિ છે-એક સિક્કાનાં બે પાસાં છે.”±૪ વૈરાગ્યનું સાધનઃ ઈન્દ્રિયોના વિષયભોગથી મળતું સુખ નાશવંત છે. વારંવાર વિષય ભોગવવામાં આવે તો પણ તેની ક્યારેક તૃપ્તિ થતી નથી; અને જીવાત્મા તથા પરમાત્માના સ્વરૂપના આનંદની સરખામણીમાં વિષયભોગનું સુખ અતિશય તુચ્છ છે–એ ત્રણ પ્રકારના વિચારોને વૈરાગ્યની ઉત્પત્તિનાં સાધનો માનવામાં આવ્યાં છે. આથી હિન્દુ ધર્મશાસ્ત્રોમાં આ વિચારોની વારંવાર રજૂઆત કરવામાં આવે છે. દા.ત., જગતનું બધું સુખ નાશવંત છે એ વિચાર રજૂ કરતાં ભાગવત કહે છે કે “આ જગતમાં કોઈ પણનો કોઈ પણની સાથેનો સહવાસ કાયમી નથી. પોતાના દેહનો સહવાસ પણ રહેવાનો નથી ત્યાં સ્ત્રી, પુત્ર ધનવૈભવ વગેરે (સુખનાં સાધનો)ના સહવાસની તો વાત શી કરવી ?"45 વિષયભોગથી મળતા સુખથી ક્યારેક તૃપ્તિ થતી નથી એ વિચાર મનુસ્મૃતિમાં આ રીતે રજૂ થયેલો છે “સારથિ જેમ ઘોડાઓને કાબુમાં રાખવા યત્ન કરે છે તેમ વિદ્વાને આકર્ષક વિષયોમાં ભટકતી ઈન્દ્રિયોને કાબૂમાં રાખવા યત્ન કરવો.”૪૬ કારણ કે “વિષયભોગની કામના વિષયોના ઉપભોગથી શમતી નથી પણ ઊલટી, જેવી રીતે અગ્નિમાં ઘી જેવું હોમદ્રવ્ય નાખવાથી અગ્નિ વધે છે તેવી રીતે વધ્યે જાય છે.”૪૭ વિષયસુખ કરતાં આત્માનો આનંદ ક્યાંયે ચડિયાતી છે એ Page #92 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મમાં નીતિ, ભક્તિ અને વૈરાગ્ય 81 વિચાર ગીતાના આ વચનમાં છે : “બ્રાહ્મ વિષયોમાં જેને આસક્તિ નથી એવો પુરુષ અંતરમાં જે આનંદ ભોગવે છે તે અક્ષચ્ય આનંદ પેલો બ્રહ્મપરાયણ પુરુષ ભોગવે છે.”૪૮ 2. વૈરાગ્યભાવનાની અભિવ્યક્તિ : આપણે જોયું કે હિન્દુ ધર્મમાં વૈરાગ્યના વિચારને ભક્તિથી સાવ અલગ ગણવામાં આવ્યો નથી અને તેથી ભક્તિની અભિવ્યક્તિની જે રીતો આપણે જોઈ એ વૈરાગ્યની અભિવ્યક્તિની રીતો પણ છે. જેમાં ઈશ્વર પ્રત્યેના અનુરાગને સાચવીને જગત પ્રત્યેની અનાસક્તિને વિશેષરૂપે પ્રગટ કરવામાં આવતી હોય તેવી કેટલીક ક્રિયાઓ પણ હિન્દુઓમાં પ્રચલિત છે. દા.ત. વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમની યોજના, કષ્ટપ્રધાન તીર્થયાત્રાઓ, અઠવાડિયામાં એક દિવસ અને સમગ્ર ચાતુર્માસ (ચોમાસાના ચાર મહિના) દરમિયાન ફક્ત એક જ ટંક ભોજન કરવાનું વ્રત, કુચાંદ્રાયણાદિ કષ્ટપ્રધાન વ્રતો, નિયત કે અનિયતકાલીન મૌનવ્રત વગેરે વગેરે. . ઉપસંહાર : છેલ્લાં ત્રણ પ્રકારણમાં આપણે હિન્દુ ધર્મનો અભ્યાસ કર્યો. હિન્દુ ધર્મ અંગેની આ રીતે આપણાં ધ્યાનમાં આવેલી વિગતો જોતાં એ સ્પષ્ટ થશે કે હિન્દુ ધર્મમાં સ્થળમાં સ્થૂળ કક્ષાના ભક્તથી માંડીને ઉત્તમોત્તમ કક્ષાના યોગીપુરુષ સુધીના માણસોની ધાર્મિક ચેતનાને પોષવાની જોગવાઈ છે. અને તેથી ધર્મ અંગેનું સો ટકા સ્વાતંત્ર્ય એ હિન્દુ ધર્મનું હાર્દ બની રહે છે. પરમાત્માને નિર્ગુણ માનવા કે સગુણ માનવા કે બંનેથી પર માનવા ? સગુણ પરમાત્માને 1. નારાયણ, 2. શિવ, 3. ગણપતિ, 4. સૂર્ય અને 5. માતાજી - એ પાંચમાંથી કયા રૂપે કલ્પવા? પરમાત્માનું સગુણરૂપ દ્વિભુજ, ચતુર્ભુજ, અષ્ટભુજ વગેરેમાંથી ક્યું રૂપ ધરાવે છે? જીવાત્માને પરમાત્માથી ભિન્ન માનવો કે પરમાત્માસ્વરૂપ જ ગણવો? જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ એ ત્રણેમાંથી કોઈ એક યોગને મહત્ત્વ આપવું કે ત્રણેનો સમન્વય સાધતી સાધના કરવી? ભક્તિ કરવી તો ક્યા પ્રકારે ? મૂર્તિપૂજા કરવી જોઈએ કે નહિ? ભગવાનની પ્રાર્થના આ જગતનો કોઈ લાભ મેળવવા માટે કરવી કે કેવળ નિષ્કામ પ્રેમભાવે ? ક્યા નામનો જપ કરવો ? ક્યાં વ્રતો કરવાં? ક્યા ઉત્સવો મનાવવા? ક્યાં તીર્થોની યાત્રા કરવી ? શું જપ, તપ, અને તીર્થ ધાર્મિક જીવનમાં અનિવાર્ય છે? - આ બધા પ્રશ્નોનો પોતાનાં રૂચિ અને સંયોગોને અનુકૂળ આવે તેવો જવાબ મેળવીને તે પ્રમાણે પોતાનું ધાર્મિક જીવન ગોઠવવાની પ્રત્યેક હિન્દુને સંપૂર્ણ છૂટ છે. તેને માટે એક જ બંધન છે અને તે છે જીવન પ્રત્યેની નૈતિક અને આધ્યાત્મિક દૃષ્ટિ. હિન્દુ વર્ણાશ્રમવ્યવસ્થા આ દૃષ્ટિએ ગોઠવાયેલી છે. આમ, પ્રત્યેક હિન્દુ પાસેથી નિરપવાદપણે ફક્ત એટલી જ અપેક્ષા રાખવામાં આવે છે કે તે વર્ણાશ્રમના ધર્મો પાળે, એટલે કે તે સમાજમાં પોતાનાં સ્થાન મુજબનાં કર્તવ્યોનું દઢપણે પાલન કરે અને પોતાના જીવનને આધ્યાત્મિક દૃષ્ટિએ ગોઠવે. Page #93 -------------------------------------------------------------------------- ________________ 82 જગતના વિદ્યમાન ધર્મો સમાજજીવનની નૈતિક જવાબદારીઓનો સ્વીકાર કરવો અને વ્યક્તિગત જીવનને કેવળ ભૌતિક સ્તરે નહિ રાખતાં આધ્યાત્મિક સ્તરે લઈ જવું, એ ધર્મમાત્રનો ઉપદેશ છે અને તેથી વસુધૈવ સુટુમ્ નાઆદર્શને વરેલી એવી હિન્દુ ધર્મની વ્યાપક દષ્ટિએ, બધા ધર્મો હિન્દુ ધર્મો જ છે. હિન્દુ ધર્મમાં રહેલી આ વ્યાપક ધર્મભાવનાને લીધે જ અન્ય ધર્મના અનુયાયી પાસે તેનો ધર્મ છોડાવીને હિન્દુ ધર્મનો અંગીકાર કરાવવાની પ્રવૃત્તિને હિન્દુ ધર્મમાં કોઈ સ્થાન નથી હિન્દુ ધર્મની દૃષ્ટિએ એક ધર્મ અને બીજા ધર્મ વચ્ચે કોઈ ભેદ જ નથી અને તેથી ધર્માતર કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. હિન્દુ વિચારકો ઇતર ધર્મો પ્રત્યે કેવું વલણ ધરાવે છે એનો એક દાખલો આપતાં વિલસને લખ્યું છે : “જે બ્રાહ્મણોએ વૉરન હેસ્ટિંગ્સના હુકમથી મૃતિ ગ્રંથો પરથી હિન્દુ કાયદાનું પુસ્તક બનાવી આપ્યું તેમણે તેની પ્રસ્તાવનામાં લખ્યું છે કે ઈશ્વરની ઉપાસનાના સર્વ પ્રકાર ગુણની દૃષ્ટિએ સરખા છે. તેમણે લખ્યું કે જુદા જુદા માણસો જુદા જુદા મત ધરાવે છે ને જુદા જુદા ધર્મ પાળે છે, એ વસ્તુતઃ ઈશ્વરે રચેલી યોજનાનો જ એક ભાગ છે, કેમ કે જેમ ચિત્રકાર જાતજાતના રંગોથી ચિત્રને સુશોભિત બનાવે છે, અથવા જેમ માળી પોતાના બગીચાને રંગબેરંગી ફુલોથી શણગારે છે, તેવી રીતે પરમાત્માએ દરેક પ્રજાને તેનો પોતાનો નોખો ધર્મ ઠરાવી આપ્યો છે - એટલા માટે કે મનુષ્ય વિવિધ પ્રકારે એ સર્વેશ્વરની કીર્તિ ગાઈ શકે. એ સર્વ ધર્મોનું અંતિમ ધ્યેય તો એક જ હોય છે, ને ભગવાનને તો એ બધા સરખા ગ્રાહ્ય લાગે છે.”૪૯ હિન્દુ વિચારકોમાં આ વલણ પુરાતનકાળથી છે ને આજ સુધી જળવાઈ રહ્યું છે. ગાંધીજી લખે છે કે “ધારો કે કોઈ ખ્રિસ્તી મારી પાસે આવે ને કહે કે, ભાગવત વાંચીને હું મુગ્ધ થઈ ગયો છું ને તેથી મારે હિન્દુ બનવું છે. તો હું તો એને કહ્યું કે “ના ભાગવત જે શીખવે છે તે જ બાઈબલ પણ શીખવે છે. હજી તેં એ શોધવાનો પ્રયત્ન નથી કર્યો. એ શોધવાનો પ્રયત્ન કર ને સારો ખ્રિસ્તી બન.”૫૦ આમ, એ સ્પષ્ટ થાય છે કે 1. જીવન પ્રત્યેની નૈતિક અને આધ્યાત્મિક દૃષ્ટિને જાળવી રાખવાની શરતે આપવામાં આવતું પૂર્ણ ધાર્મિક સ્વાતંત્ર્ય અને 2. માત્ર ધાર્મિક સહિષ્ણુતા જ નહિ પણ સર્વધર્મસમભાવથી પ્રેરિત એવો સર્વધર્મસમભાવ-એ બે હિન્દુ ધર્મનાં પ્રાણતત્ત્વો છે. એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે આ પ્રાણતત્ત્વોને પામીને હિન્દુ ધર્મે વિશ્વની ધાર્મિક ચેતનાના વિકાસમાં અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરેલી છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મમાં નીતિ, ભક્તિ અને વૈરાગ્ય 83 સંદર્ભસૂચિ : 1. મહાભારત, શાંતિપર્વ, 299 : 6-8 2. શ્રી સ્વામિનારાયણ, શિક્ષાપત્રી, 73 3. મનુસ્મૃતિ, 223 4. ગુણાતીતાનંદ સ્વામીની વાતો, 1 : 14 5. કિશોરલાલ ઘ. મશરૂવાળા, ગીતાધ્વનિ, 18:41-44 6. આનંદશંકર બા. ધ્રુવ, હિન્દુ વેદધર્મ, પૃ.૧૪૨-૪૪ 7. ગાંધીજી, અનાસક્તિયોગ, 4:13 8. મનુસ્મૃતિ, 2H168 6. T.M.P. Mahadevan, Outline of Hinduism, P.92 10. ગાંધીજી, અનાસક્તિયોગ, 3:35 11. ગાંધીજી, ધર્મમંથન, 15 12. આનંદશંકર બા.ધ્રુવ, હિન્દુ વેદધર્મ, ભ૧૬૪ 13. મનુસ્મૃતિ, 2:177-79 14. એજન, 2:191 15. એજન, 2:227-28 16. તૈત્તિરીય ઉપનિષદ, 1911 17. ભાગવત, 7:14:3-8 18. મનુસ્મૃતિ, 3:77 19. એજન, 3:104-105 20. કિશોરલાલ ઘ. મશરૂવાળા, ગીતાધ્વનિ, 18:49 21. મનુસ્મૃતિ, 6:45-46 22. શ્રી સ્વામિનારાયણ, શિક્ષાપત્રી, 201 23. Gandhjiji, Hindu Dharma, P.383 Page #95 -------------------------------------------------------------------------- ________________ 84 જગતના વિદ્યમાન ધમ 24. એજન, P.55 25. આનંદશંકર બા. ધ્રુવ, હિન્દુ વેદધર્મ, 159 26. ગાંધીજી, અનાસક્તિયોગ, 16:1-3 27. ભાગવત, 7:11:8 28. મહાભારત, પઃ૩૩:૮૨-૮૩ (ઉ.જ.સાંડેસરા, ભારતરત્ન, પૃ.૬૪) 29. નારદભક્તિસૂત્ર, 1-6 30. ભાગવત, પ૫૨ 31. ગાંધીજી અનાસક્તિયોગ, 9:29 32. ભાગવત 11:12:1-1 33. નારદભક્તિસૂત્ર, 38 34. એજન 68-73 35. ભાગવત, 7:5:23 36. એજન, 3H29:8-10 37. ગાંધીજી, અનાસક્તિયોગ, 1865 38. ઉપેન્દ્રરાય જ. સાંડેસરા, ભારતરત્ન (સુધારેલી બીજી આવૃત્તિ), પૃ.૨૮૨ 83 39. આનંદશંકર બા.મુવ, આપણો ધર્મ, પૃ.૪૩૬-૩૮ 40. ગાંધીજી, ધર્મમંથન, 1:1 41. રાધાકૃષ્ણનું, હિન્દુ ધર્મ, પૃ. 20 82. T.M.P. Mahadevan, Outline of Hinduism, P.42 43. શ્રી સ્વામિનારાયણ, શિક્ષાપત્રી, 103 44. ગાંધીજી, અનાસક્તિયોગ, પ૨૧ની નોંધ 45. ભાગવત, 10:49 20 46. મનુસ્મૃતિ, 2:88 47. એજન, 2:94 48. ગાંધીજી, અનાસક્તિયોગ, પ૦૨૧ 49. રાધાકૃષ્ણનું, હિન્દુધર્મ, પૃ.૪૮ 50. ગાંધીજી, વ્યાપક ધર્મભાવના, પૃ.૭૧-૭૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૬ જૈન ધર્મ - દલસુખભાઈ માલવણિયા 1. ઉદ્ભવ અને વિકાસઃ ભગવાન મહાવીર અને બુદ્ધના ઉપદેશોનો જે સાર જૈન આગમ અને ત્રિપિટકમાં સંઘરવામાં આવ્યો છે તે ઉપરથી જણાય છે કે તે કાળે બે ધર્મપ્રવાહો ભારતમાં હતા : બ્રાહ્મણ અને શ્રમણ.૧ બ્રાહ્મણધર્મ યજ્ઞપ્રધાન અને શ્રવણ ધર્મ ત્યાગપ્રધાન હતો. બ્રાહ્મણ ધર્મ વેદને આધારે વિકસિત હતો ત્યારે શ્રમણ ધર્મ વેદ, કર્મકાંડનો વિરોધી હતો. વેદનાં પરિશિષ્ટો ગણાતાં ઉપનિષદોમાં પણ ક્રિયાકાંડનો વિરોધ જોવા મળે છે. વેદોના ધર્મ તે ગૃહસ્થને કેન્દ્રમાં રાખીને હતો, જ્યારે શ્રમણોનો ધર્મ પ્રવજયા-ગૃહત્યાગને કેન્દ્રમાં રાખીને હતો. વેદોમાં દેવોનું મહત્ત્વ હતું, તેમની આરાધના થતી; જ્યારે શ્રમણોમાં ઉન્નતિના શિખરે પહોંચેલા મનુષ્યની આરાધના હતી. શ્રવણ ધર્મે મનુષ્યભવને દુર્લભ માન્યો છે. આમ, સમગ્ર સાંસારિક સૃષ્ટિમાં મનુષ્યથી શ્રેષ્ઠતર કોઈ નહિ એવો ઉદ્ઘોષ શ્રમણોનો હતો, તે એટલે સુધી કે ઇન્દ્રાદિ દેવો પણ આવા ઉત્તમ મનુષ્યની પૂજા કરે છે તેમ મનાયું હતું. વેદથી માંડી ઉપનિષદ સુધીના સમગ્ર વૈદિક સાહિત્યમાં સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેનો વિચાર છે. જ્યારે શ્રમણોએ જગતની ઉત્પત્તિ ક્યારેય પણ થઈ હોય એવું માન્યું નથી પણ તેને અનાદિ-અનંત માની છે. શ્રમણોમાં કેટલાકની એ ચિંતા હતી કે સંસાચક્ર-પુનર્જન્મનું ચક્ર શાથી છે અને તેનું નિરાકરણ કેમ થાય ? શ્રમણોમાં પણ બધા જ એકમત હતા તેમ નહિ. જેમ ઉપનિષદોમાં સૃષ્ટિવિચાર અનેક રીતે કરવામાં આવ્યો છે તેમ શ્રવણોમાં પણ જુદા જુદા મતો હતા. કેટલાક શ્રમણો અક્રિયાવાદી હતા. તેઓ પાપ-પુણ્યમાં માનતા નહિ અને તેના ફળમાં પણ માનતા નહિ. આ નાસ્તિક મત પૂરણ કમ્પનો હતો. સંજય બેઠીપુત્રનો મત એવો હતો કે સંસારનાં તત્ત્વો-જીવ-મોક્ષ ઇત્યાદિ વિશે કાંઈ નિશ્ચિતરૂપે જાણી શકાય તેમ નથી. આથી એવા મતને અજ્ઞાનવાદ કહેવામાં આવ્યો છે. ભગવાન બુદ્ધનો મત હતો કે સંસારમાંથી મુક્તિ મેળવવી હોય તો સ્વપુરુષાર્થ જરૂરી છે. અજિત કેસકંબલીનો મત હતો કે મૃત્યુ સમયે જીવનો ઉચ્છેદ થઈ જાય છે, પરલોક છે જ Page #97 -------------------------------------------------------------------------- ________________ 86 જગતના વિદ્યમાન ધર્મો નહિ. આ વાદને ઉચ્છેદવાદ કહેવામાં આવ્યો છે. શ્રવણોના આ બધા જ પ્રમુખપુરુષો જિન, અરિહંત કે તીર્થકર કહેવાતા અને તે બધા જ સમકાલીન હતા તેમ પાલિપિટક અને જૈન આગમો ઉપરથી જણાય છે. શ્રમણ પરંપરામાં અનેક સંપ્રદાયો કે પરંપરાઓ હતી. તેમાંની જ એક પરંપરા નિર્ચન્થને નામે પ્રસિદ્ધ હતી. તે જ આજે જૈન ધર્મને નામે ભારતમાં વિદ્યમાન છે. શ્રમણોએ પોતાના આરાધ્યોને “જિન” નામ આપ્યું છે. “જિન”શબ્દનો સામાન્ય અર્થ છે વિજેતા-જય કરનાર. સારાંશ કે રાગ અને દ્વેષ પર વિજય મેળવી જે વીતરાગ બન્યો હોય તે “જિન” કહેવાય અને એવા “જિન'ના જે અનુયાયી તે જૈન અને તેમનો જે ધર્મ તે જૈન ધર્મ. આમ, જૈન ધર્મ કે જિનોનો ધર્મ એ નામ બધા જ શ્રમણપંથીઓ માટે સામાન્ય હતું. પણ કાળક્રમે ભારતમાં મહાવીરના અનુયાયીઓ માટે જ તે નામ વપરાતું થઈ ગયું છે, એટલે અહીં આપણે એ વિશે જ વિશેષ વિવરણ કરીશું. જૈન પરંપરા પ્રમાણે કાળચક્રના ઉત્સર્પિણી અને અવસર્પિણી એટલે કે ઉન્નતિ અને અવનતિનો કાળ એવા બે વિભાગ છે. તેમાં આ કાળ અવસર્પિણી એટલે કે અવનતિનો છે. તેમાં 24 જિનો-તિર્થંકરો ક્રમે કરી થયા અને તેમાં છેલ્લા તીર્થકર તે મહાવીર છે. આજનું જૈન ધર્મનું શાસન તેમના નામે ચાલે છે તેથી તેમને આ કાળને જૈન ધર્મના સ્થાપક કહી શકાય.તેમની પૂર્વે પાર્થ નામે ત્રેવીસમાં તીર્થકર થયા. તેમના લગભગ બધા જ અનુયાયીઓ પણ મહાવીરે સ્થાપેલ જૈનસંઘમાં દાખલ થઈ ગયા અને જે દાખલ ન થયા તેઓની પરંપરા કાળક્રમે ભૂંસાઈ ગઈ અને એકમાત્ર મહાવીરની પરંપરા ચાલુ રહી. આથી અત્યારે વિદ્યમાન જૈન ધર્મના સ્થાપક મહાવીર છે આવી દલીલ ઇતિહાસના પંડિતોએ કરી છે અને તેમાં તથ્ય છે. 2. મહાવીરના પૂર્વભવો અંગેની માન્યતા: માહવીરના જીવે અન્ય સંસારી જીવોની જેમ જ અનેક જન્મો લીધા હતા, પરંતુ શાસ્ત્રોમાં તેમના 26 પૂર્વભવોનું વર્ણન આવે છે અને તેની શરૂઆત એ ભવથી કરવામાં આવી છે જ્યારે તેઓ મુનીના સત્સંગથી સંસાર અને મોક્ષના ભેદની સમજને અને જીવ અને અજીવ-ચેતન જીવ, જડ શરીરી(અજીવ) અને કર્મના સંસ્કારોના ભેદની સમજને પામે છે. એ સમજ ઉત્તરોત્તર દઢ થતી જાય છે અને પોતાના જીવને કર્મ જે અજીવ તત્ત્વ છે તેના બંધનમાંથી કેમ મુક્ત કરવો એ માટે પ્રયત્ન કરે છે તેમાં સદૈવ એકધારો વિકાસ જ થયો હોય તેમ જણાતું નથી, પણ તેઓ અનેક રીતે આધ્યાત્મિક ચડાવ-ઉતાર અનુભવે છે અને તેને કારણે પોતાના કર્મને અનુસરીને અનેક ઊંચ-નીચ જન્મોને પાર કરીને છેવટે તે કુંડગ્રામઅધિપતિ સિદ્ધાર્થ રાજાને ત્યાં ત્રિશલાની કૂખે જૈન પરંપરા પ્રમાણે ઈ.પૂર્વે ૫૯૯માં જમ લઈ સાધના કરી તીર્થકર પદ પ્રાપ્ત કરીને પોતાની જન્મ પરંપરાનો અંત કરી ઈ.સ. પૂર્વે પ૨૭ માં મુક્ત બની જાય છે. ભગવાન મહાવીરના આ પૂર્વભવોની કથા ખરી રીતે જૈન કર્મસિદ્ધાંતની સમજ માટેનું એક દષ્ટાંત રજૂ કરે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ 3. મહાવીરનું જીવન : બિહારના વૈશાલીનગરની નજીકના કુંડગ્રામમાં આજથી ઇસવીસન પૂર્વે પ૯૯માં મહાવીર કુંડગ્રામના અધિપતિ જ્ઞાતૃકુળના ક્ષત્રિય સિદ્ધાર્થને ત્યાં તેમની પત્ની ત્રિશલાદેવીની કૂખે જન્મ્યા. માતા-પિતાએ બળકનું નામ વર્ધમાન પાડ્યું તે એ કારણે કે તેના જન્મને કારણે તેમની સંપત્તિમાં ઉત્તરોત્તર વધારો થયો હતો એવી તેમની માન્યતા હતી. મુક્ત થવું એટલે સ્વતંત્ર થવું અને તે માટે નિર્ભયતા એ પ્રાથમિક આવશ્યક ગુણ છે અને તે બાળક વર્ધમાનમાં તેના બાળપણથી જ જોવા મળે છે. બાળકોની રમતમાં સાપ જોઈને જ્યાં બીજા બાળકો ભડકીને ભાગી જાય છે ત્યાં એ બાળક વર્ધમાન સાપને પૂંછડીથી પકડી દૂર મૂકી આવે છે અને આવા નિર્ભયતાના અનેક પ્રસંગો તેમની કથામાં વર્ણવાયા છે. તેમનામાં વૈરાગ્યભાવનાનો રંગ નાનપણથી જ દેખાય છે. એટલે પરણવાની નામરજી હોવા છતાં એ માતાપિતાની મરજીને અનુસરીને પરણે છે એવી એક માન્યતા છે. તેઓ પરણ્યા જ નહોતા એવી પણ એક માન્યતા છે. માતા-પિતા પ્રત્યે તેમની વિનયભક્તિ અપૂર્વ હતી, એ તો એથી નિશ્ચિત થાય છે કે તેમણે તેમની ઇચ્છાને માન આપીને જ્યાં સુધી તેઓ જીવ્યાં ત્યાં સુધી દીક્ષા લીધી નહી, એટલું જ નહિ પણ મોટાભાઈના આગ્રહને અનુસરીને તેમના મૃત્યુ પછી પણ તત્કાળ દીક્ષા ન લેતાં થોડો સમય રાહ જોયા પછી, શોકસંતપ્ત પરીવારમાં સ્વસ્થતા આવ્યા પછી જ તેમણે 30 વર્ષની વયે દીક્ષા લીધી, એટલે કે સાંસારિક સંબંધોનો ત્યાગ કરી, પોતાની સમગ્ર સંપત્તિ છોડીને ઘરબારવિહોણા થઈ, સામયિક વ્રત(સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવાનો નિયમ) લઈ એકાકી વિચારવાનું કઠોર જીવન સ્વીકાર્યું. દીક્ષા લીધા પછી સાડા બાર વર્ષ સુધી તેમની સાધના ચાલી. આ સાધના મુખ્યત્વે ધ્યાનસ્થ થઈ અંતરનું નિરીક્ષણ કરવાની હતી, પોતાના આત્મમાં રહેવા રાગ અને દ્વેષનું નિવારણ કરવા માટેની હતી. તેમને પોતાના ભોજન કે નિવાસની પરવા હતી નહિ પણ અપ્રમત્ત થઈ આત્મધ્યાનમાં લીન રહેવાની જ તત્પરતા હતી. આથી ભિક્ષા લેવા નીકળે અને નિયત સમયમાં તે ન મળે તો તે પાછા ફરી ધ્યાનમાં જ લાગી જતા. સાધનાકાળમાં નિંદ્રાવિજય તેમણે કર્યો. નિંદ્રા આવવા લાગે તો થોડું ચાલીને દૂર કરતા પણ જીવનમાં એ નિમિત્તે પ્રમાદ ન આવે તેની તકેદારી રાખતા. આમ, સાડાબાર વર્ષ સુધી આંતર અને બાહ્ય તપસ્યા કરી વીતરાગ બન્યા અને તત્ત્વના જ્ઞાતા બન્યા, સર્વજ્ઞ બન્યા. શાસ્ત્રમાં કહ્યું છે કે આ સાધનાકાળનાં સાડાબાર વર્ષ દરમિયાન તેમણે એક વર્ષના દિવસો જેટલા દિવસોમાં પણ ભોજન લીધું નથી. આથી દીર્ઘતપસ્વી તરીકેની તેમની છાપ ઊભી થઇ. મહાવીર વીતરાગ થયા અને વીતરાગ થવાનો માર્ગ તેમને મળ્યો એટલે એ દિશામાં અન્યોને પણ વાળવા તેમણે સતત 30 વર્ષ સુધી ઉપદેશ આપ્યો અને જૈનસંઘની-શાસનની સ્થાપના કરી, તીર્થકર તરીકેની નામના મેળવી અને 72 વર્ષની વયે ઈ.પૂર્વે પ૨૭માં સિદ્ધપદને પામ્યા, મુક્ત થયા, નિર્વાણ લાભ કર્યો. Page #99 -------------------------------------------------------------------------- ________________ 88 જગતના વિદ્યમાન ધર્મો 4. મહાવીરની સાધના નું સ્વરૂપ : મહાવીરની સાધના વિશે થોડું વધારે જાણવાની જરૂર છે. આચારાંગમાં તેમની કઠોર તપસ્યાનું વર્ણન આવે છે.સોનું જેમ વધારે તપાવવામાં આવે તેમ તેની વિશુદ્ધિ વધે છે તે જ પ્રમાણે ભગવાન મહાવીરે સાધનાકાળમાં પોતાના આત્માને તાવ્યો છે અને વિશુદ્ધ બન્યા છે. દીક્ષા લીધી ત્યારે એક માત્ર વસ્ત્ર રાખ્યું હતું તે પણ થોડા સમય પછી છોડી દીધું અને નગ્ન થઈ વિચારવા લાગ્યા. બિહાર આજે પણ મચ્છરોની ભૂમિ છે તો તે કાળે તેનો ઉપદ્રવ વિશેષ હોય તે સ્વાભાવિક છે. પણ મચ્છરોના ત્રાસ છતાં પોતાના શરીરને કરડતા મચ્છરોને પણ દૂર કરવા તેમણે કદી પ્રયત્ન કર્યો નહિ અને તે દંશનું દર્દ સહન કર્યું. ગરમીમાં પણ ખુલ્લા આકાશમાં રહી ધ્યાન કર્યું. આથી તેમની ચામડી કાળી પડી ગઈ અને વળી અનશનને કારણે શરીર તો હાડ-ચામાં માત્ર માળખું જ રહ્યું. આવી સ્થિતિમાં જ્યારે તેઓ ભિક્ષાર્થે નગરમાં જતાં ત્યારે બાળકો તેમનાથી ડરી જતાં અને કૂતરાં તેમની પાછળ પડતાં. પોતાના આત્મામાં સમભાવ કેટલો છે તેનું પરીક્ષણ કરવા ખાતર સાવ અજાણ્યા એવા અનાયશ-લાટ આદિમાં તેમણે વિચરણ કર્યું અને ત્યાં તે ગામમાં લોકે તેમને દાખલ ન થવા દે, ઊલટું તેમના ઉપર છૂ છૂ કરી કૂતરા છોડવામાં આવે. આવી પરિસ્થિતિમાં પણ તેમણે પોતાના સમભાવને ટકાવી રાખ્યો અને કોઈ પણ જીવ પ્રત્યે વેરભાવ ન રાખ્યો, પણ સર્વ જીવો પ્રત્યે મિત્રભાવની વૃદ્ધિ કરી. સાધનાકાળમાં તેમણે ઉપદેશ આપ્યો નથી. કોઈ કાંઈ પૂછે તોપણ ઉત્તર આપતા નહિ. વળી, તેમને પરરાજ્યના ગુપ્તચર સમજી માર મારવામાં આવ્યો હતો છતાં પણ તેમણે તે પ્રત્યે પણ ઉદાસીનતા જ સેવી હતી. તેમણે નાટ્ય-ગીત આદિ લલિતકળાઓમાં કદી રસ લીધો નહિ અને સ્ત્રીસંસર્ગથી તો સર્વથા દૂર જ રહ્યા. ધ્યાનમાં સતત તેઓ એકત્વની ભાવના કરતા-એટલે કે મારું કોઈ નથી. હું કોઈનો નથી, હું માત્ર એકલી-અટૂલો જ છું અને જે કાંઈ મેળવવું છે તે મારે જ મારા સ્વપુરુષાર્થથી જ મેળવવાનું છે - આવી ભાવના કરતા. વિચરણમાં તેમને સતત એ ધ્યાન રહેતું કે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ અને બીજા જીવોમાંથી કોઈને પણ ત્રાસ પોતાને કારણે ન થાય. એટલું જ નહિ, પણ તેમના નિમિત્તે બીજો કોઈ પણ એવા ત્રાસ અન્ય જીવોને આપે તે પણ તેમને મંજૂર ન હતું. હિંસાની અનુમોદના પણ તેઓએ કદી કરી નથી. આથી જ તેઓએ કદી તેમના માટે બનેલા કોઈ પણ પ્રકારનું ભોજન કે પાન સ્વીકાર્યું નથી. માત્ર બીજા માટે તૈયાર થયેલ ભોજનમાંથી જ ભિક્ષા લીધી છે. વળી, તેઓએ પાત્રનો વધુ ઉપયોગ કર્યો ન હતો, માત્ર પોતાના હાથમાં જે મળે તે જ લઈ ભૂખશમન કર્યું હતું. રસ્તે ચાલતાં પણ કોઈ જીવની હિંસા થાય નહિ તેની તકેદારી તેમણે રાખી હતી અને માત્ર પોતાની સામેના માર્ગનું નિરીક્ષણ કરી ચાલતા. વિહાર દરમિયાન તેમણે શૂન્યગૃહ, ગામનો ચોરો કે લુહારની કોડ જેવાં સ્થાનોમાં અને વૃક્ષ નીચે પણ નિવાસ કર્યો અને સ્મશાનમાં પણ એકાકી રહી ધ્યાન કર્યું. પણ ગૃહસ્થ જ્યાં રહેતા હોય ત્યાં કદી નિવાસ કર્યો નહિ. વિહાર Page #100 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ 89 દરમિયાન પ્રાણીઓ તથા ચોર આદિ મનુષ્યોએ અનેક પ્રકારનાં કષ્ટો તેમને આપ્યાં પણ તે તેમણે સમભાવે જ સહન કર્યા. તેમનો પરિચય કોઈ પૂછે તો માત્ર એટલો જ જવાબ આપતા કે “ભિક્ષુ છું.” સંગ્રામમાં મોરચે રહેલ હાથીની જેમ જ તેમણે કષ્ટોના સૈન્યને જીતી લીધું હતું. લોકો ગામમાં પેસવા ન દે, જાકારો દે તો તેઓ ગામની બહાર રહી ધ્યાન ધરતા પરંતુ ત્યાં પણ લોકો આવી તેમને પીટતા અને પલાયન કરી જવા આદેશ આપતા. શરીરમાં રોગ હોય કે ન હોય પણ તેમણે કદી પૂરું ભોજન લીધું નહોતું. ઊણોદરી કરતા અને ચિત્સિા તો સાધનાકાળમાં કદી કરી જ નથી એટલે કે દવાનું સેવન તેમણે કર્યું જ નથી. તેમના ભોજન વિશે જણાવ્યું છે કે તેઓ ભોજનમાં કોદરીનો ભાત, બોરનું ચૂર્ણ અને કુલ્માષ (હલકા પ્રકારનું ધાન્ય) લેતા અને તે પણ કોઈવાર અડધો માસ, માસ કે બે માસના ઉપવાસ પછી સ્વીકારતા. રોષકાળમાં કષાય વિનાના, એટલે ક્રોધ, માન, માયા અને લોભ વિનાના, વૃત્તિ વિનાના અને શબ્દ તથા રૂપમાં અનાસક્ત બની ધ્યાન-સમાધિમાં રત રહેતા અને છેવટે અમાયી થયા અને માવજૂજીવન સમભાવી થયા, કારણ તેમણે સાધનાકાળમાં શરીરની નહિ પણ અંતરમાં રહેલા કષાયો-રાગ-દ્વેષની ચિકિત્સા કરી તેને દૂર કર્યા અને વીતરાગ થયા. પ.જૈનશાસ્ત્રોઃ મહાવીરે વીતરાગ બન્યા પછી લોકોના કલ્યાણ અર્થે જે ઉપદેશ આપ્યો તે તેમના પ્રમુખ શિષ્ય ગણધર સુધર્માએ પોતાના શિષ્ય જેબૂને કહી સંભળાવ્યો અને એમ ઉત્તરોત્તર શિષ્ય પરંપરાઓમાં એ ઉપદેશ ઉતરી આવ્યો. એ ઉપદેશનો સંગ્રહ બાર અંગોમાં થયો, જેમાંથી અત્યારે વિદ્યમાન અગિયાર અંગગ્રંથો છે. આ અંગોને ગણિપિટક કહેવામાં આવે છે. ગણિપિટકને આધારે તે જ ઉપદેશની પુષ્ટિ માટે " ક્રમે કરી અન્ય આચાર્યોએ અનેક ગ્રંથોની રચના કરી છે તે અંગબાહ્ય-એ નામે પ્રસિદ્ધ છે. અંગ અને અંગબાહ્ય મળીને જૈન આગમગ્રંથો બને છે. કાળક્રમે આ આગમગ્રંથો ઉપર નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય, વૃત્તિ, આદિ અનેક ટીકાઓનું નિર્માણ થયું છે અને તેનો વિસ્તાર ઘણો જ છે. અંતે તે ગ્રંથોમાં જૂની ગુજરાતીમાં પણ સંક્ષિપ્ત ટિપ્પણ લખાયાં તેને સ્તબક-ટબા કે બાલવબોધ એવું નામ આપવામાં આવ્યું છે. જૈનોનાં આ આગમો પછી તેને આધારે અનેક ઔપદેશિક પ્રકરણગ્રંથો, તીર્થંકર ચરિત્રગ્રંથો અને કથાગ્રંથો લખાયા છે, એટલું જ નહિ પણ ભારતીય દર્શનોના વિકાસને લક્ષમાં લઈને જૈન આચાર્યોએ પણ જૈનદર્શનના અનેક ગ્રંથો લખ્યા છે. એ દર્શનગ્રંથોની એ વિશેષતા છે કે તેમાં ભારતનાં વિદ્યમાન જુદાં જુદાં દર્શનોની અનેક વિરોધી માન્યતાઓનો સમન્વય અનેકાંતવાદને નામે કરવામાં આવ્યો છે. એક આચાર્યું તો ત્યાં સુધી કહ્યું છે કે જૈનદર્શન એટલે બધાં જ વિરોધી દર્શનોનો સરવાળો. એટલે કે ભારતનાં દર્શનોની વિવિધ વિરોધી એવી માન્યતાઓમાં સત્યનું દર્શન કરાવવાનો સફળ પ્રયત્ન જૈનદર્શનમાં કરવામાં આવ્યો છે. “મારું એ જ સત્ય એમ નહિ પણ સત્ય એ મારું” આવી નીતિ દાર્શનિક ચર્ચામાં જૈન આચાર્યોએ અપનાવી Page #101 -------------------------------------------------------------------------- ________________ co જગતના વિદ્યમાન ધર્મો છે. આજના યુગમાં ગાંધીજીએ સર્વધર્મ સમભાવની ભાવનાનો પ્રચાર કર્યો તો જૈન આચાર્યોએ તો લગભગ ચોથી સદીથી ઉદ્ઘોષ કર્યો છે કે બધાં જ દર્શનોમાં સત્ય રહેલું છે, કોઈ સર્વથા મિથ્યા નથી, બધું જ સાપેક્ષિક સત્ય છે, એ સમજવાની ચાવી અનેકાંતવાદ આપે છે. આ માન્યતાના સમર્થનમાં આચાર્ય મલવાદીએ તો નયચક્રગ્રંથની રચના કરીને તે કાળના એટલે કે પાંચમી સદી સુધીના ભારતીય દર્શનનું નવનીત આપી દીધું છે. એ સાબિત કર્યું છે કે તે કાળની કોઈ પણ માન્યતા નથી સર્વથા મિથ્યા કે નથી સર્વથા નિર્દોષ, પરંતુ બધી જ માન્યતામાં ગુણ અને દોષ બંને મળી આવે છે માટે તેના ગુણનો સ્વીકાર કરી કોઈનું પણ નિરાકરણ કરવું યોગ્ય નથી. પણ તેની સાપેક્ષ સ્વીકાર કરીને એટલે કે જે પ્રમાણમાં જે અપેક્ષાએ તેમાં સત્યાંશ હોય તેને સ્વીકારીને સત્યશોધમાં આગળ વધુ એ જ હિતાવહ છે. આ જ અનેકાંતવાદ છે. 6. તાત્ત્વિક સિદ્ધાંતો : લોક જૈનમત મુજબ સમગ્ર વિશ્વના બે ભાગ છે : લોક અને અલોક. લોકની રચના કોઈ ઈશ્વરે કરી નથી. તે અનાદિ છે. ક્ષેત્રની અપેક્ષાએ લોકના ત્રણ વિભાગ છે. અધોલોક જેમાં મુખ્યત્વે નરકો છે, મધ્યલોક જેમાં જંબુદ્વીપ આદિ અસંખ્ય દ્વીપો અને લવણાદિ અસંખ્ય સમુદ્રો છે અને ઊર્ધ્વલોક જેમાં દેવોના સ્વર્ગો છે. ઊર્ધ્વલોકને અંતે સિદ્ધોનો નિવાસ છે. જંબુદ્વીપની મધ્યમાં મેરુ પર્વત છે. તેની પૂર્વ-પશ્ચિમ મહાવિદેહ નામે ક્ષેત્ર છે, જેમાં સીમંધર આદિ તીર્થકરો અત્યારે પણ વિદ્યમાન મનાયા છે. મેરુની દક્ષિણે આપણો ભારતવર્ષ છે.૧૦ લોકમાં જ જીવાદિ પદાર્થો છે અને અલોકમાં માત્ર આકાશ છે. લોકમાં જે દ્રવ્યો છે તે આ છે : 1. જીવ, 2. પુદ્ગલ, 3. ધર્મ, 4. અધર્મ, 5. આકાશ અને 6. કાળ- આમાંથી પુદ્ગલ એ જડ પદાર્થ છે અને મૂર્તિ છે એટલે કે તેમાં રૂપ-રસ આદિ ગુણો છે. જીવ ચેતન છે. બાકીના બધા અચેતન છે. જીવોની સંખ્યા અનંત છે. પુદ્ગલો પણ અનંત છે. ધર્મ, અધર્મ અને આકાશ પ્રત્યેક એક-એક છે. આકાશમાં સર્વ દ્રવ્યોને અવકાશ આપવાનો સ્વભાવ છે. જીવ અને પુદ્ગલને ગતિમાં સહાયક દ્રવ્ય ધર્મ છે અને અધર્મ જીવ અને પુદ્ગલોને સ્થિત કરવામાં સહાયક છે. ધર્મ અને અધર્મ લોકવ્યાપી છે. કાળ સિવાયનાં પાંચે દ્રવ્યોની સામાન્ય સંજ્ઞા અસ્તિકાય છે તે એટલા માટે કે તેમનામાં એકથી વધારે પ્રદેશો છે. જીવ પોતાના અસંખ્ય પ્રદેશોનો વિસ્તાર કરે તો તે સમગ્ર લોકમાં વ્યાપ્ત થઈ શકે છે અને સંકોચ કરે તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવના શરીરમાં પણ સમાઈ શકે છે. આથી સામાન્ય રીતે જીવ શરીઅમાણ છે એમ કહેવાય છે. - ઈશ્વર : જૈન ધર્મમાં ઈશ્વરનું સ્થાન તીર્થકરે અને સિદ્ધ લીધું છે. આરાધના કે પૂજા આ તીર્થકરોની અને સિદ્ધોની થાય છે. આ તીર્થકર કોઈ અનાદિકાળથી સિદ્ધ એવા ઈશ્વર નથી પણ સામાન્ય સંસારી જીવોમાંથી જ સંપૂર્ણ વિકાસને પામેલા જીવો જ છે. વીતરાગ અને સર્વજ્ઞ થઈ જે જીવો અન્ય જીવોને મોક્ષમાર્ગ બતાવી તેમનો ઉદ્ધાર કરવાની વૃત્તિવાળા હોય છે તેવા જીવો તીર્થકર તરીકે ખ્યાત છે. આ કાળમાં Page #102 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ 91 આવા ઋષભાદિ 24 તીર્થકર થયા છે, તેમાં છેલ્લા તીર્થંકર મહાવીર છે તેવી માન્યતા છે. આવા તીર્થકરો તથા અન્ય જે જીવો પૂર્ણ વિકાસને પામી શરીરરહિત થઈ નિર્વાણને પામ્યા છે, મોક્ષને પામ્યા છે તેઓ સિદ્ધ કહેવાય છે. - સિદ્ધોઃ વિશ્વમાં અનંત જીવો છે. તેમાંથી જે જીવો પોતાના સ્વપુરુષાર્થે કોઈ કાળે સિદ્ધ થયા છે એટલે કે શરીરહિત થઈ કૃતકૃત્ય બની નિર્વાણને પામ્યા છે તેઓ લોકાકાશના અંતમાં ઊંચે સિદ્ધશિલા નામના પ્રદેશમાં બિરાજમાન છે. તેઓનું સ્વરૂપ અનંત એવા જ્ઞાન-દર્શન-આનંદ અને શક્તિના પિંડ છે. તે સ્થાનથી તેમને કદી યુત થવાનું છે નહિ કારણ જીવની ગતિમાં તેનું કર્મ પણ કારણ છે અને આ સિદ્ધો તો કર્મરહિત છે. તેમને શું કરવું બાકી નથી, તેઓ માત્ર નિજાનંદમાં અને સતત જ્ઞાનદર્શનના ઉપયોગમાં લીન રહે છે. તેઓ કોઈનું ભલું કે બૂરું કરતા નથી, કારણ વીતરાગ છે, તેમના આદર્શની સ્મૃતિ કરી, અને તેમની આરાધના કરી જીવો પોતાની ઉન્નતિ સ્વપુરુષાર્થથી કરી શકે છે, પણ એવી ઉન્નતિમાં સિદ્ધોની કોઈ ઈચ્છા કે પ્રવૃત્તિ હોતી નથી. જૈનોને માટે આ સિદ્ધો આરાધ્ય-પૂજય હોઈ ઈશ્વરસ્થાનીય છે. સંસારી જીવો : આ પ્રકારના અશરીરી સિદ્ધ સિવાયના બધા જ શરીરધારી જીવો સંસારી તરીકે ઓળખાય છે, અને તેમના અનેક પ્રકારો તેમના પોતાના કર્મને કારણે છે. જીવોમાં વિચિત્રતા તેમના કર્મને આધીન છે. એ કર્મ ન હોય તો સૌ જીવો એકસરખા જ બની જાય છે, સિદ્ધ બની જાય છે. 1 જીવોનું તેમના આધ્યાત્મિક વિકાસને આધારે જે વર્ગીકરણ થયેલું છે તે જાણવા જેવું છે. જે જીવોને ધર્મનું કશું જ જ્ઞાન નથી, જીવ-અજીવનો વિવેક નથી એટલે કે જીવ અને અજીવ જુદા છે એવી શ્રદ્ધા થઈ નથી. તેનો એક વર્ગ છે, અને તે મિથ્યાત્વી કે અજ્ઞાની જીવો કહેવાય છે. આ અજ્ઞાન દૂર થયું હોય અને જેઓ જીવ અને અજીવ જુદા છે, આ શરીરમાં રહેલો જીવ શરીરથી જુદો છે, એવી માન્યતા દૃઢપણે ધરાવતા હોય અને આ જીવને આ શરીરમાંથી મુક્ત કરવાની આવશ્યકતા છે, આવી પ્રતીતિ જેમને થઈ હોય પરંતુ તે માટેનો પુરુષાર્થ હજુ કરતા ન હોય તે જીવો સમ્યક્દષ્ટિ કહેવાય છે અને તેમાં કોઈ પ્રકારની વિરતિ એટલે કે પાપક્રિયાથી દૂર રહેવાની પ્રવૃત્તિ ન હોઈ તેમને અવિરત સમ્યફષ્ટિ પણ કહે છે. સમ્યકદષ્ટિનો લાભ થયા પછી જો અહિંસાદી વ્રતોરૂપ ચારિત્ર આંશિકરૂપે સ્વીકાર્યું હોય તો તે દેશવિરતિ અથવા તો ઉપાસક-શ્રાવક કહેવાય છે. પણ એ દેસવિરતિ થયા પછી કે પ્રારંભથી જ કોઈ સર્વવિરતિ સ્વીકારે એટલે કે સંપૂર્ણપણે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ મહાવ્રતો સ્વીકારે તો તે સર્વવિરતિ કહેવાય છે. આ પ્રકારનું ચારિત્ર એટલે કે સર્વવિરતિ જ ક્રમે કરી મોક્ષનું કારણ બને છે. વ્રતો સ્વીકારીને ધ્યાનાગ્નિથી કોષાદિ કષાયોને નિર્મૂળ કરવાના હોય છે. જે જીવ એ કષાયોને ક્ષય ન કરતાં તેમને દબાવે છે એટલે કે ઉપશમન કરે છે તેને ઉપશમક કહે છે. પરંતુ જેણે કષાયોનો ઉપશમ કર્યો હોય તેને પુનઃ એ કષાયોનો ઉદ્દેક થાય છે, ત્યારે તેનું પતન થાય છે. આમ, મોક્ષ માટે આવશ્યકતા Page #103 -------------------------------------------------------------------------- ________________ 92 જગતના વિદ્યમાન ધર્મો ઉપશમનની નહિ પણ ક્ષયની છે. આ રીતે કષાયોનો ક્ષય કરનાર શ્રમણ-ક્ષપક કહેવાય છે અને તેને માટે મોક્ષ અનિવાર્ય છે. કષાયોનો ક્ષય કરીને વીતરાગ અને કેવળી બન્યા પછી કેટલાક જીવો ઉપદેશ આપે છે, અને તીર્થની સ્થાપના કરે છે. આવા જીવો તીર્થકર કહેવાય છે અને કેટલાક જીવો આવી કોઈ પ્રવૃત્તિમાં રસ ધરાવતાં નથી. તેઓ સામાન્ય કેવળી-સર્વજ્ઞ કહેવાય છે. આ બંને પોતાનું આયુષ્ય પૂરું થયે શરીરનો ત્યાગ કરી મુક્તિને પામે છે અને સિદ્ધ કહેવાય છે. * * કર્મ : જીવાત્મા અનાદિકાળથી કર્મથી બંધાયેલો છે અને તે પ્રત્યેક ક્ષણે નવાં નવાં કર્મ બાંધે છે, અને જૂનાં ભોગવે છે. જીવ જે કાંઈ સારાનરસાં કર્મ કરે છે તેનું ફળ તેને ભોગવવું જ પડે છે. આમ તે કર્મનો કર્તા અને ભોક્તા છે.૧૩ કર્મનો નિયમ એટલે કે જે કરે તે જ ભોગવે- આ અબાધિત છે. તે કોઈને પણ છોડતો નથી. તીર્થંકરનો જીવ પણ આ નિયમમાં અપવાદ નથી. આ વાતની પ્રતીતિ ભગવાન મહાવીરના પૂર્વભવો અને તેમનું જીવન કરાવી આપે છે. આથી સૌ કોઈનો પ્રયત્ન એવો હોવો જરૂરી છે કે સત્યપુરુષાર્થ કરી આ કર્મબંધનમાંથી મુક્ત થવું. જીવનો સ્વભાવ છે-અનંત એવાં જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય. આ સ્વભાવનું આવરણ કર્મ કરે છે, અને તેથી તે પરાધીન બની જાય છે. જીવ સ્વભાવે અમૂર્ત છતાં મૂર્ત કર્મને કારણે અનેક જુદી જુદી યોનિઓમાં અનેક પ્રકારના શરીરો ધારણ કરતો હોઈ મૂર્ત જેવો બની ગયો છે. કર્મના આવરણને દૂર કરીને જ તે પોતાનું પારમાર્થિક અમૂર્ત સ્વરૂપ જે ઉક્ત જ્ઞાનદિસંપન્ન છે તેને પ્રગટ કરીને મુક્ત બની શકે છે. - કર્મના બે પ્રકાર છે: એક ભાવરૂપ એટલે કે જીવમાં રહેલા કષાયરૂપ ક્રોધમાન-માયા-લોભસ્વરૂપ અને બીજો પ્રકાર છે દ્રવ્યસ્વરૂપ એટલે કે જડ પુદ્ગલમય. આત્મામાં ક્રોધાદિ જે ભાવો ઉત્પન્ન થાય છે, તેને કારણે જીવના સંપર્કમાં રહેલાં પુદ્ગલોના પરમાણુઓનું પરિણામ કર્મરૂપે થાય છે અને એ આત્મા સાથે બંધાઈ જાય છે અને એ બદ્ધ પુગલમય કર્મને કારણે જીવના ક્રોધાદિ ભાવો ઉત્પન્ન થાય છે. આમ, ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મ ઉત્નપન્ન થવાથી પરંપરા અનાદિકાળથી ચાલી આવી છે. આ પરંપરામાં ગાબડું પાડી તેનો સર્વથા નાશ કરવો એ ધર્મનું કાર્ય છે. 14 આ લોકમાં પુદ્ગલના પરમાણુઓ સર્વત્ર ભરેલા પડેલા છે. જીવાત્માની મનવચન-કર્મની પ્રવૃત્તિને યોગ કહે છે. અહીં ધ્યાનમાં લેવું કે અન્ય ધર્મમાં જે અર્થમાં યોગ શબ્દનો પ્રયોગ છે તેનાથી જૂદા જ અર્થમાં અહીં યોગ્ય શબ્દનો પ્રયોગ છે. એ યોગને કારણે પ્રત્યેક ક્ષણે જીવ પોતાના પુદ્ગલરૂપ કર્મનું આવરણ સ્વીકારે છે, પણ કષાયને કારણે એ આવરણ જીવમાં બંધનની અવસ્થાને પામે છે. બંધના ચાર પ્રકાર છે : પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગ-વિપાક. જીવના યોગને કારણે પ્રદેશ અને પ્રકૃતિ બંધ થાય છે એટલે કે ધર્મપુદ્ગલનું પ્રમાણ એ પ્રદેશબંધ છે અને કર્મપુદ્ગલ જીવમાં આવરણ બની શું કરશે તે તેની પ્રકૃતિ એટલે Page #104 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ 93 કે સ્વભાવ કહેવાય છે. આ પ્રદેશ અને પ્રકૃતિબંધની સફળતાનો આધાર તે ક્યાય છે, કારણ જીવના યોગને કારણે કર્મપુદ્ગલોનું આકર્ષણ તો થયું પણ તે બંધરૂપે કેટલો સમય આત્મામાં ટકશે અને તે પોતાનું ફળ તીવ્ર કે મંદરૂપે કેવું આપશે તેનો આધાર તો જીવના કષાયોની તીવ્રતા અને મંદતા ઉપર છે. આથી કર્મના બંધનું ખરું કારણ યોગ નહિ પણ કષાય જ છે, કારણ જો કષાય હોય નહિ અને જીવને માત્ર યોગ જ હોય તો કર્મયુગલોનું આકર્ષણ થાય ખરું, પણ સૂકી ભીંતમાં ધૂળ જેમ ટકી શકતી નથી તેમ કર્મપુદ્ગલો આત્મામાં માત્ર સ્પર્શ કરીને છૂટાં પડી જાય છે, બંધનરૂપ બનતાં નથી. પણ યોગની સાથે જો કષાય પણ હોય તો જ તે કર્મયુગલો આત્મામાં બંધાઈ જાય છે અને યથાકાળે પોતાનું ફળ તીવ્ર કે મંદ ભાવે આપે છે. એટલે ખરી રીતે મુક્તિ એ કષાય-મુક્તિ છે, જ્યાં સુધી કષાયો આત્મામાં હોય ત્યાં સુધી પુનર્જન્મનું ચક્ર અટકવાનું નથી, કારણ કષાયોને કારણે કર્મબંધની પ્રક્રિયા ચાલુ જ રહે. 15 મહાવીરનો ઉપદેશ પુરુષાર્થપ્રેરક હતો અને તેથી કર્મના સિદ્ધાંત વિશે તેમણે વિશેષ ભાર આપ્યો હતો. કોઈ દેવ કે ઈશ્વરના પ્રમાદ કે પ્રસન્નતાથી મોક્ષની પ્રાપ્તિ નહિ, પણ જીવે કરેલા પોતાના પુરુષાર્થની જ તે પોતાની ઉન્નતિ કરી શકે કે - આ વાત ઉપર તેમણે વિશેષ ભાર આપ્યો હતો. જીવે કરેલા શુભ કે અશુભ કર્મનું ફળ તેણે ભોગવવું જ પડે છે, તે વિના તેનો છુટકારો જ નથી. એટલે મુક્તિ મેળવવી હોય તો કર્મબંધથી છૂટવું જરૂરી છે અને તેનો માર્ગ છે સર્વસ્વનો ત્યાગ. પરિગ્રહને કારણે જીવનમાં હિંસા થાય છે. જો પરિગ્રહ છોડી દેવામાં આવે તો જીવને પાપ, હિંસા કરવાનું કોઈ કારણ રહેતું નથી. આથી નિર્મમ થવું એ મુક્તિમાર્ગ છે, એમ ભગવાન મહાવીરે વારંવાર કહ્યું છે. સંસાર અને મોક્ષનો માર્ગઃ જૈન ધર્મમાં સંસાર અને મોક્ષનાં કારણોની સમજ આપવાની દૃષ્ટિએ નવ તત્ત્વોનું વિવેચન કરવામાં આવ્યું છે. તે નવ તત્ત્વો આ છે : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. જીવ અને અજીવના સ્વરૂપની ચર્ચા આ પૂર્વે આવી ગઈ છે. પણ વાસ્તવમાં સંસાર અને મોક્ષની ચર્ચામાં પ્રસ્તુત એ છે કે જીવ અને અજીવ કર્મનો બંધ અનાદિકાળથી છે અને તેથી અજીવથી પ્રગલમય કર્મ સમજવાનું છે. શુભ કર્મને પુણ્ય કહેવાય છે અને અશુભ કર્મને પાપ કહેવાય છે. મન-વચન-કર્મની પ્રવૃત્તિને યોગ કહે છે અને તે આત્મામાં કર્મના આ સંબંધનું કારણ હોવાથી આસ્રવ કહેવાય છે. હિંસા-ચોરી આદિ કાયિક વ્યાપાર અશુભ આસ્રવ છે અને દયા-દાન આદિ શુભકાય વ્યાપાર શુભ આસ્રવ છે. જે સત્ય છતાં પાપજનક હોય, મિથ્યાભાષણ, કઠોર ભાષણ ઇત્યાદિ વચનવ્યાપાર તે અશુભ આસ્રવ છે, પરંતુ નિરવદ્ય સત્ય ભાષણ, મૂદુ વચન ઇત્યાદિ શુભ આસ્રવ છે, અન્યના અહિતનો ચિંતનરૂપ મનોવ્યાપાર તે અશુભ આસ્રવ છે અને બીજાના હિતની ચિંતા એ શુભ આસ્રવ છે. આવને કારણે જીવ સાથે કર્મનું જોડાઈ જવું તે બંધ છે.આસ્રવ એ બંધનું કારણ છે, જ્યારે આસ્રવનો નિરોધ તે સંવર છે. સંવરને Page #105 -------------------------------------------------------------------------- ________________ 84 જગતના વિદ્યમાન ધર્મો શક્ય બનાવનારી બાબતો આ છે : 1 ગુપ્તિ (મન-વચન-કાયની પ્રવૃત્તિનો નિરોધ), 2. નિર્દોષ ઈર્યા (દોષ ન થાય તે રીતે ચાલવાની પ્રવૃત્તિ), 3. પાંચ સમિતિ (સમ્યફ ભાષાનો પ્રયોગ, સમ્યફ રીતે ભિક્ષાગ્રહણ, સમ્યફ પ્રકારે કોઈ પણ વસ્તુને લેવીમૂકવી અને મળમૂત્રનો યથાયોગ્ય ત્યાગ), 4 દસ પ્રકારના ધર્મ (ક્ષમા, માદવ, ઋજુતા, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચનતા અને બ્રહ્મચર્યનું પાલન, પ. પરિષહ (સંયમીને આવી પડતાં કષ્ટો સહન કરવાં તે), 6. અનિત્ય આદિ અનુપ્રેક્ષાભાવનાનું ચિંતન અને 7. સામાયિક આદિ ચારિત્રનું પાલન. કર્મોની નિર્જરા એટલે આત્માથી છૂટા પડી જવું તે. નિર્જરા તપસ્યાથી અને કર્મનું ફળ ભોગવવાથી થાય છે. તપ એ સંવરનું પણ કારણ છે. આત્માની કર્મબંધનોમાંથી સર્વથા મુક્તિ એ જ મોક્ષ છે. આનો સારાંશ જોઈએ તો આસવ અને બંધ એ સંસારનાં કારણો છે અને સંવર અને નિર્જરા એ મોક્ષનાં કારણો છે. આચાર્ય ઉમાસ્વાતિએ મોક્ષમાર્ગને સંક્ષેપમાં જણાવ્યો છે અને તે એ છે કે સમ્યક્ શ્રદ્ધા, સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર. એનો પણ સંક્ષેપ છે- સમ્યફ જ્ઞાન અને ક્રિયા-ચારિત્ર. આથી ઊલટું, મિથ્યા શ્રદ્ધા આદિ એ સંસારનું કારણ છે. 16 તીર્થકર અને અવતાર : વૈદિક ધર્મ અથવા તો બ્રાહ્મણ ધર્મની અવતારની કલ્પના અને જૈન ધર્મની તીર્થંકરની કલ્પના એમાં શો ભેદ છે તે સર્વ પ્રથમ સમજવું જરૂરી છે. કોઈ એક સર્વશક્તિ-સંપન્ન અનાદિ અમૂર્ત ઈશ્વર જુદા જુદા કાળે ધર્મની પડતી જોઈને કે અન્ય બીજા કારણે મૂર્તરૂપ ધારણ કરે તે અવતાર કહેવાય છે અને આવા અનેક અવતારો થયા છે એવી હિન્દુ ધર્મની માન્યતા છે. આથી જુદી જ માન્યતા જૈન પરંપરામાં ભગવાન કે તીર્થકર વિશેની છે, અને તે આ પ્રમાણે છે : સંસારમાં અનંત જીવો છે અને તેઓ પુનર્જન્મના ચક્રમાં ફસાયા છે, તેથી એક પછી એક ઊંચનીચ જીવયોનિઓમાં પોતાનાં શુભ-અશુભ કર્મને અનુસાર જન્મો ધારણ કરે છે. આ પુનર્જન્મના ચક્રમાંથી છૂટવાનો માર્ગ સત્સંગને કારણે કેટલાકને મળી જાય છે અને તેમાંથી પણ કેટલાક એવા છે જેઓ બીજા જીવો પ્રત્યે કરુણા ધરાવે છે, માત્ર પોતાની જ મુક્તિ નહિ પણ અન્ય જીવો પણ મુક્ત બને એવી ભાવના સેવે છે, તેવા જીવો તીર્થકરપદને પામે છે. સારાંશ કે અનાદિમુક્ત સર્વશક્તિસંપન્ન ઈશ્વરનું અવતરણ તીર્થંકરરૂપે નથી પરંતુ સામાન્ય સંસારી જીવ જ પોતાનો આધ્યાત્મિક વિકાસ ઉત્તરોત્તર વધુ ને વધુ સાધતો ક્યારેક તીર્થંકરપદને પામે છે. અનાદિકાળથી સિદ્ધ નહિ પણ સાધક જ સાધના કરીને તીર્થંકર પદ પામે છે અને પછી જ સિદ્ધ મુક્ત બને છે. આમ, અવતાર અને તીર્થકર એ બંને કલ્પનાનો મૌલિક ભેદ છે. એટલે મહાવીર એ ઈશ્વરનો અવતાર નથી પણ સંસારમાં ભટકતો એક જીવ પોતાનો આધ્યાત્મિક વિકાસ કરીને એ પદવીને પામ્યો છે. આનો અર્થ એ છે કે મનુષ્યમાત્ર ધારે તો ક્યારેક એ પદને પ્રાપ્ત કરી શકે છે. આમ, જીવમાંથી શિવ-ઈશ્વર બનવાના પુરુષાર્થની પ્રેરણા એ તીર્થંકરપદથી પ્રાપ્ત થાય છે, એટલે કે એમ કહી શકાય કે જૈન ધર્મ આત્મામાંથી પરમાત્મા બનવાનો માર્ગ બતાવે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ આમ, ઈશ્વરી અવતારમાં અને આ મહાવીરના ઉત્થાનમાં જે ભેદ દેખાય છે તે એ છે કે અવતાર લેનારને આવી કોઈ સાધના કરીને પોતાનું શ્રેય કરવાનું હોતું નથી, પરંતુ તીર્થકરમાં તો સામાન્ય માનવ આકરી સાધના કરી પોતાનું ઉત્થાન કરે છે, તે જન્મ સાથે જ પૂર્ણ નથી. સંસારમાં માત્ર લીલા કરતો નથી પણ સંસારનાં કષ્ટોને સહીને તે સંપૂર્ણપણે કેમ દૂર થાય તે અર્થે પુરુષાર્થ કરે છે અને એ રીતે સામાન્ય માનવીને સ્વોત્થાનનો આદર્શ પૂરો પાડે છે. અને સ્વંય તે રીતે મુક્તિ કે નિર્વાણને પામ્યો હોય છે. તે સ્વયંસિદ્ધ માર્ગનું અન્યને દર્શન કરાવી તેનો ઉપદેશ આપી, મુમુક્ષુને મોક્ષ ભણી જવામાં સાચો માર્ગદર્શક બને છે. આ અવતારી પુરુષ નહિ પણ તીર્થંકર કહેવાય છે. અવતારમાં ઈશ્વરનું અવતરણ છે, નીચે આવવાનું છે જયારે આમાં સામાન્ય માનવીનું ઉત્થાન છે, એ આપણે ઉપર વર્ણવેલા મહાવીરના જીવનથી સહેજે જાણી શકીએ છીએ. 7. નૈતિક સિદ્ધાંતો : જૈન ધર્મને ઘણા વિદ્વાનો નિતિધર્મની સંજ્ઞા આપે છે તે યોગ્ય છે, કારણ જૈન ધર્મમાં જે આચરણીય બતાવ્યું છે તે સદાચાર જ છે અને નમસ્કાર, પૂજા વગેરે ક્રિયાઓનું ધ્યેય પણ છેવટે તો સદાચારની પુષ્ટિ જ છે. સૂત્રકૃત નામના બીજા અંગમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મહાવીરે જે અપૂર્વ ઉપદેશ આપ્યો તે સામાયિકનો હતો.૧૭.. સામાયિકઃ સામાયિકના આચરણની પ્રથમ શરત એ છે કે આ જગતમાં જીવો ક્યા અને કેવા છે તે જાણવું અને તે જાણીને કોઈ પણ જીવને પીડા થાય તેવું કોઈ પણ કૃત્ય કરવું નહિ, એટલે કે સમગ્ર જીવો પ્રત્યે સમભાવ ધારણ કરવો. ભગવાન મહાવીરે આ સામાયિક વ્રતનો સ્વીકાર દીક્ષા સમયે સર્વપ્રથમ કર્યો હતો, તે આગળ કહેવાઈ ગયું છે. આ સામાયિકનું સ્પષ્ટીકરણ છે : જેમ મને સુખ પ્રિય છે તેમ સૌને સુખ પ્રિય છે, જેમ મને દુઃખ પ્રિય નથી તેમ કોઈ પણને દુઃખ ગમતું નથી, સૌને મરણનો ભય છે, માટે કોઈ પણ જીવનો ઘાત કરવો યોગ્ય નથી, કોઈ પણ જીવને કોઈ પ્રકારની પીડા આપવી તે યોગ્ય નથી, કોઈ પણ જીવની હિંસા કરવી એ યોગ્ય નથી. 18 આ પ્રકારના સામાયિક વ્રતમાંથી જ પાંચેય મહાવ્રતો ફલિત થાય છે તે આ પ્રમાણે છે : 1. અહિંસા, 2. સત્ય 3. અસ્તેય 4. બ્રહ્મચર્ય અને 5. અપરિગ્રહ. હિંસા, અસત્ય, ચોરી. અ-બ્રહ્મચર્ય અને પરિગ્રહ-એ બધાં જ પાપો બીજાને પીડાદુઃખ આપ્યા વિના થતાં નથી. આથી એક સામાયિક વ્રતમાંથી જ આ પાંચેય મહાવ્રતો ફલિત થાય છે અને જૈન શ્રાવકે વ્રતોનું યથાશક્તિ આંશિકરૂપે પાલન કરવાનું છે, જ્યારે શ્રમણે તે મહાવ્રતો તેના સંપૂર્ણ રૂપમાં કરવાનાં હોય છે. એટલે કે મન, વચન અને કાયા વડે હિંસાદિનું આચરણ સ્વયં કરવું નહિ, કરાવવું નહિ અને અનુમોદવું પણ નહિ. Page #107 -------------------------------------------------------------------------- ________________ જગતના વિદ્યમાન ધર્મો પ્રતિક્રમણઃ જૈન ધર્મના અનુયાયીએ આ વ્રતના પાલનમાં સદૈવ જાગ્રત રહેવું જરૂરી છે. આથી તેને માટે એ આવશ્યક છે કે તે સવાર અને સાંજ પ્રતિક્રમણ કરે, એટલે કે પોતે સ્વીકારેલાં વ્રતોમાં જે કાંઈ દોષો થયા હોય તેની વિચારણા કરી આત્માની વિશુદ્ધિ કરવા યથાયોગ્ય પ્રાયશ્ચિત લઈને દોષો દૂર કરે અને અન્યને તેના આચરણ વડે જે દુઃખ થયું હોય તેની ક્ષમા માંગીને અને પોતે પણ બીજાને ક્ષમા કરીને મૈત્રીભાવની વૃદ્ધિ કરી સામાયિકને નિર્મળ બનાવે. મહાવીરનો નૈતિક ઉપદેશ: મહાવીરનો ઉપદેશ મનુષ્યને વીતરાગ બનાવવા માટેનો છે એથી તે સાંસારિક ભોગનો નહિ પણ ત્યાગમાર્ગનો ઉપદેશ હોય તે સ્વાભાવિક છે. સંસારના મૂળમાં તૃષ્ણા એ મુખ્ય દોષ છે. તેનું નિવારણ કરવાનો ઉપદેશ આપતાં ભગવાને કહ્યું છે કે તૃષ્ણાવાળાને આ સમગ્ર લોકની સંપત્તિ આપવામાં આવે તો પણ તેને સંતોષ થાય નહિ કારણ લોભ-તૃષ્ણાની પ્રકૃતિ એવી છે કે જેમ જેમ કાંઈ લાભ થાય-મળતું જાય તેમ તેમ લોભ વધે છે. તૃષ્ણાનો ખાડો કદી પુરાય એવો નથી.૧૯ લોકમાં દાનનો મહિમા હતો એટલે કોઈ ઈચ્છે કે પરિગ્રહ વધારીને દાન દઈશું તો એમને પણ ભગવાને કહ્યું છે : લાખો ગાયો દાનમાં દેનાર કરતાં પણ જે પુરુષ અકિંચન સંયમી છે તે ભલે કાંઈ ન દેતો હોય તો પણ તેનો સંયમ શ્રેયસ્કર છે. 20 માણસ એમ સમજે છે કે આસપાસના બધાનું યુદ્ધમાં દમન કરીને સૌ ઉપર હકૂમત ભોગવું અને સુખી થાઉં. પરંતુ ભગવાન મહાવીરે કહ્યું છે કે યુદ્ધમાં હજારોલાખોને જીતવા એ ખરો જ નથી. પરંતુ એક પોતાના આત્માને જીતવો એ જ પરમ જય છે. આત્માની સાથે જ યુદ્ધ કરો. બીજા સાથે યુદ્ધ કરીને શું મેળવવાના છો ? સ્વયં આત્મજય કરવામાં જ સાચુ સુખ પ્રાપ્ત કરશો. વળી આત્માનું જ દમન કરો, આત્મા જ દુર્દમ છે. આત્માનું દમન કરવાથી આ લોક અને પરલોકમાં સુખ પામશો. આત્મામાં ક્રોધ-માન-માયા-લોભ-આ ચાર કષાઓ જ અનર્થકારી છે. તેના નિવારણનો ઉપાય મહાવીરે બતાવ્યો. ઉપશમન-શાંતિથી ક્રોધને હણો, માનને મૃદુતાથી, માયાને સરળતાથી અને લોભને સંતોષથી જીતો. મહાવીરના કાળે જાતિવાદનું જોર વિશેષ હતું. તેમણે તો પોતાના સંઘમાં બધી જ તથાકથિત હીન જાતિના લોકોને સમાન ભાવે સ્થાન આપ્યું હતું. કારણ તેઓને મન મનુષ્યજાતિ એક હતી. મનુષ્યમાં ઉચ્ચતા કે નીચતા તેના જન્મને કારણે નહિ પણ તેનો કર્મને કારણે જ હોય છે એવી તેમની દૃઢ માન્યતા હતી. આથી તેમનો ઉદ્ઘોષ હતો કે કર્મથી જ બ્રાહ્મણ થાય છે, કર્મથી જ ક્ષત્રિય, કર્મથી જ વૈશ્ય અને શુદ્ર પણ કર્મથી જ થાય છે. તે કાળે નામધારી મુનિ અને તાપસી આદિ ઘણા વિચરતા હતા. તેથી તેમનું યથાર્થ સ્વરૂપ કેવું હોય તેનું સ્પષ્ટીકરણ પણ ભગવાન મહાવીરે કર્યું છે : મુંડન મુંડાવવાથી કોઈ શ્રવણ થતો નથી કે ઓમકારનો જાપ કરવાથી કોઈ બ્રાહ્મણ બનતો નથી. વળી, માત્ર અરણ્યમાં વાસ કરવાથી મુનિ થતો નથી અને તૃણના આચ્છાદનથી તાપસ બનતો નથી. પરંતુ સમતા-સામ્યભાવ-સર્વજીવો પ્રત્યે સમદષ્ટિથી શ્રમણ, Page #108 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ 97 બ્રહ્મચર્યથી બ્રાહ્મણ જ્ઞાનથી મુનિ અને તપસ્યાથી તાપસ થવાય છે. 24 તે કાળે કર્મકાંડની બોલબાલા હતી યજ્ઞોમાં પશુહિંસા થતી હતી, તેનું નિવારણ કરી તેને સ્થાને મહાવીરે આધ્યાત્મિક યજ્ઞો કરવાનો ઉપદેશ આપ્યો. યજ્ઞો કરવા જ હોય તો તપસ્યાની જ્યોતિ જલાવો, એ જ્યોતિનું સ્થાન સ્વયં તમારા આત્માને માનો, કડછીનું સ્થાન મન-વચન-કાયના વિશુદ્ધ યોગ-પ્રવૃત્તિને આપો, અને તેમાં ઇધનને બદલે પોતાનાં પાપકર્મોની આહુતિ આપો - આ પ્રકારનો યજ્ઞ જ ઋષિઓ માટે પ્રશસ્ત યજ્ઞ છે. 25 બાહ્ય આચરણમાં લોકો ધર્મ માનતા થઈ ગયા હતા, તેથી આંતરિક મળત્યાગને બદલે બાહ્ય શૌચ-શારીરિક મળત્યાગનું મહત્ત્વ વધી ગયું હતું અને તેથી તીર્થસ્થાનનું પણ તે કારણ મહત્ત્વ વધ્યું હતું. આને સ્થાને મહાવીરે પારમાર્થિક ધર્મનો, પારમાર્થિક શૌચનો ઉપદેશ આપ્યો અને કહ્યું કે ધર્મ જ ખરું જળાશય છે અને બ્રહ્મચર્ય જ શાંતિદાયક તીર્થ છે. એમાં સ્નાન કરવાથી આત્મા નિર્મળ અને શાંત થાય છે. વળી સ્નાન કરવાથી જો મુક્તિ મળતી હોય તો જલચર પ્રાણીઓ જે સદેવ સ્નાન કરી રહ્યાં છે તે બધાંને શીધ્ર મોક્ષ મળી જાય.૨૬ 8. ભક્તિભાવના અને તેનો આવિર્ભાવ H જૈન ધર્મ એ આત્મધર્મ છે, સ્વપુરુષાર્થપ્રધાન ધર્મ છે. સ્વયં મહાવીરનું જીવન અને તેમની સાધનાનો વિચાર કરીએ છીએ ત્યારે જણાય છે કે તેમણે તપસ્યા કરી છે અને ધ્યાનમાં મગ્ન રહ્યા છે. અન્ય કોઈની પૂજા, ઉપાસના કે ભક્તિ કરી હોય તેવો કોઈ ઉલ્લેખ તેમના જીવનમાં નથી, પણ પછીથી તીર્થંકરની પૂજાભક્તિ જૈન ધર્મના અનુયાયીઓએ શરૂ કરી છે. આમાં સર્વપ્રથમ પાંચ પરમેષ્ઠિને નમસ્કારની ક્રિયાથી ભક્તિમાર્ગને અવકાશ મળ્યો અને પછી તો ચોવીસ તીર્થંકરોની વંદના સ્તુતિ, પૂજા, ભક્તિ આદિ ક્રિયાઓ શરૂ થઈ. પાંચ પરમેષ્ઠિનો જે નમસ્કારમંત્ર છે તે છે : નમો અરિહંતાણં, નમો સિદ્ધાંણે, નમો આયરિયાણં, નમો ઉવજઝુયાણ, નમો લોએ સવ્વસાહૂણં. આ નમસ્કારમંત્રનો પાઠ બધા જ જૈનો કરે છે અને તેનું પ્રયોજન છે તેમના ગુણોની પ્રાપ્તિ એટલે કે તીર્થંકર આદિમાં જે ગુણો છે તે સૌ પોતામાં પણ આવે એ ઉદ્દેશથી આ નમસ્કારમંત્રનો પાઠ કરવામાં આવે છે. આ નમસ્કારમંત્રમાં સર્વપ્રથમ સ્થાન અરિહંત એટલે કે તીર્થકરને આપવામાં આવ્યું છે, કારણ કે તેઓ જ ધર્મનું યથાર્થ સ્વરૂપ જીવોને સમજાવે છે એટલે તેઓ આસન્ન ઉપકારી છે અને પરમગુરૂ પણ છે. જીવનું ધ્યેય સિદ્ધ થવાનું છે એટલે તે મુક્ત થવાનું છે એટલે તેનો આદર્શ સિદ્ધ છે. આથી અરિહંત પછી સિદ્ધોને નમસ્કાર કરવામાં આવે છે. વસ્તુતઃ પરમગુરુ તો તીર્થકરો જ છે. કારણ કે મોક્ષ માર્ગનો ઉપદેશ તેમણે જ આપ્યો છે. પરંતુ સદૈવ તેમની હયાતી આ સંસારમાં આપણી વચ્ચે હોતી નથી એટલે તેમના ઉપદેશને અનુસરીને જેમણે ગૃહત્યાગ કરી જૈન દીક્ષા લીધી છે અને શ્રમણ Page #109 -------------------------------------------------------------------------- ________________ 98 જગતના વિદ્યમાન ધર્મો બન્યા છે તેઓ ગુરૂનું પદ પામે છે અને પૂજ્ય બને છે. આવા ગુરૂઓને સંઘ તે શ્રમણ સંઘ છે. તે સંઘના પ્રમુખ તે આચાર્ય છે. તે સંઘમાં અધ્યયન-અધ્યાપનની જવાબદારી જે વહન કરે છે તે ઉપાધ્યાય છે અને અન્ય શ્રમણો સાધુને નામે ઓળખાય છે. આમ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ ત્રણેય ગુરુપદના અધિકારી હોઈ પૂજાય છે. આમ, તીર્થંકર-અરિહંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પાંચેય પૂજ્ય હોઈ પાંચ પરમેષ્ઠિ કહેવાય છે અને જેનો માટે પૂજય છે. એમની પૂજા કે ભક્તિ બે પ્રકારે થઈ શકે છે. એકાંતમાં તેમના ગુણોને યાદ કરી, પોતાના આત્મામાં એવા ગુણો આવે તેવી ભાવના કરી અથવા અરિહંત આદિની મૂર્તિ સમક્ષ ઉપસ્થિત થઈ ગુણાનુવાદ કરીને. મૂર્તિની પૂજા પણ ધૂપ, ફૂલ આદિથી કરવામાં આવે છે. પણ તેમાં પણ ધ્યાન તો એ જ રાખવાનું કે પ્રભુના જેવા જ ગુણો પોતાનામાં પ્રગટ થાય. તીર્થકર વીતરાગ છે તેથી તેમની મૂર્તિની પૂજા કે ભક્તિ એકપક્ષીય છે, એટલે કે ભક્ત જ જે કાંઈ કરવાનું છે તે કરે છે. ભગવાન તે વીતરાગ હોઈ કશું જ કરતા નથી. નથી તેઓ પ્રસન્ન થતા કે નથી થતા અપ્રસન્ન, માત્ર ઉપેક્ષાભાવ જ સેવે છે. આથી તીર્થંકરનો પ્રસાદ ભક્ત પામે એવી કોઈ સંભાવના જૈન ધર્મમાં નથી. વળી, તીર્થંકર પાસે ભક્તિ કરી બાહ્ય સંપત્તિ આદિ નહિ પણ આત્માના ગુણો ખાસ કરી વીતરાગ ભાવની વૃદ્ધિ થાય એવી જ માંગણી ભક્ત કરવી એવો ઉપદેશ છે. સારાંશ કે ભગવાનની પૂજા સ્વયં ભગવાન બનવા માટે છે. આચાર્ય આદિ ગુરુની પૂજા કે ભક્તિનો અર્થ પણ તેમનાં ગુણગાન ગાવાં તે છે અને વિદ્યમાન એવા ગુરૂઓની શારીરિક આવશ્યકતાની પૂર્તિ કરી દેવી એ પણ તેમની ભક્તિનો એક માર્ગ છે. આથી આચાર્ય આદિને નિવાસ, આહાર, આદિની સગવડ કરી આપવી તેનો ગુરુભક્તિમાં સમાવેશ થાય છે. પ્રતિદિન પ્રાતઃકાળે દેવ એટલે કે અરિહંત આદિનું સ્મરણ કે દર્શન અને ગુરૂ એટલે કે આચાર્ય આદિનું દર્શન કર્યા પછી જ સાંસારિક કાર્યો કરવાનો આગ્રહ જૈન શ્રાવકો સેવે છે. જૈનપર્વો કે યાત્રા કે ઉત્સવો એ બધા ભક્તિના પ્રકારોની પાછળ ત્યાગની ભાવના જ મુખ્યરૂપે રહેલી છે. જૈનોનાં પર્વનું માહાભ્ય ઉજવણીમાં કેટલો ત્યાગ થયો તેના ઉપર છે, નહિ કે ભોગ ઉપર. યાત્રાએ જવાનું હશે તોપણ અહિંસા, બ્રહ્મચર્ય આદિનાં વ્રતો પૂર્વક જ યાત્રા કરવાનો આગ્રહ સેવવામાં આવે છે. તીર્થકરોના જન્મ આદિના મહોત્સવો પણ જૈન ધર્મના અનુયાયી અનશન કરી ઊજવે છે. જૈન ઉપાસકોએ પોતાના આરાધ્યો પ્રતિ ભક્તિનું પ્રદર્શન અનેક રીતે કર્યું છે. તીર્થકરોનાં જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ સ્થાનોમાં તીર્થની યોજના કરી તેમાં મંદિરોનું નિર્માણ કર્યું છે, એ સિવાયનાં સ્થાનોમાં પણ જ્યાં જૈનોની વસ્તી હોય ત્યાં મંદિરોનું અને જૈન શ્રમણો માટેના અનેક ઉપાશ્રયોનું નિર્માણ કર્યું છે. અહિંસા અને મૈત્રી ભાવનાને મૂર્તરૂપ આપવા અપંગ પશુઓ માટેની Page #110 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ 99 પાંજરાપોળની યોજના અનેક શહેરોમાં જૈનોએ કરી છે અને જીવનવ્યવહારમાં માંસમદિરા-શિકાર આદિનો ત્યાગ એ જૈન જીવનનું અનિવાર્ય અંગ બની ગયું છે અને તેની અસર અન્ય ધર્મના અનુયાયી ઉપર પણ જોઈ શકાય છે. ભારતમાં જ્યાં પણ જૈનોની વસ્તી વધારે છે ત્યાં શાકાહારનો પ્રસાર વિશેષરૂપે જોઈ શકાય છે. આમ, જીવનમાં બને તેટલી અહિંસા ભાવનાને અનુસરવાનો જૈનોનો પ્રયત્ન રહ્યો છે. અકબર-જહાંગીર જેવા મુસલમાન બાદશાહ પાસેથી પણ જૈન પર્વોના દિવસો માટે અમારિ ઘોષણા (હિંસા કરશો મા એવી ઘોષણા) પોતાના ત્યાગી જીવનના પ્રભાવથી હીર વિજયજી જેવા જૈન આચાર્યો કરાવી શક્યા છે. 27 9. વૈરાગ્યભાવના : જૈન શ્રાવકો-ઉપાસકોને જે ઉપદેશ આપવામાં આવે છે તેમાં સર્વસ્વનો ત્યાગ કરી શ્રવણજીવન સ્વીકારવાનો જ ઉપદેશ મુખ્યરૂપે હોય છે. ત્યાગની પૂર્વભૂમિકા વૈરાગ્ય છે. એટલે કે સંસારની પ્રત્યેક વસ્તુમાં ક્રમે કરી આસક્તિ ઓછી કરી અંતે બધું જ છોડી દેવું એ અંતિમ ધ્યેય છે. આથી શ્રાવકને માટે પરિગ્રહના પરિમણનું વ્રત છે. એટલે કે તેણે નિયમ કરવો જરૂરી છે કે તે પોતે સ્વીકારેલી અમુક મર્યાદાથી વધારે પરિગ્રહ કરશે નહિ. અહિંસાના પાલન માટે નિયમ કરવો પડે છે કે તે અપરાધી સિવાયના કોઈ પણ ત્રસ જીવની હિંસા કરશે નહિ. નિરર્થક યાત્રાઓ કરશે નહિ, તેની મર્યાદામાં કરશે. પોતાના પરિવાર સિવાયના સંબંધીનાં લગ્નો યોજી આપશે નહિ. વ્યાપારમાં ખોટાં-તોલમાપનો પ્રયોગ કરશે નહિ અને જ્યારે તેને લાગે કે હવે કુટુંબમાં પુત્રો વગેરે વ્યવહાર સંભાળી શકે તેવા થયા છે ત્યારે ક્રમે કરી ગૃહસ્થજીવનની જવાબદારીઓ ઓછી કરી શ્રવણજીવન સ્વીકારવાની પૂર્વતૈયારી કરશે. શ્રમણજીવનમાં તો તેણે પૂર્ણત્યાગી થવાનું હોય છે. શ્રમણ માટે તૈયાર થયેલ ભોજન પણ તે સ્વીકારી શક્તો નથી. બીજા માટે બનેલ ભોજનમાંથી જ પોતાનો આહાર શ્રમણ સ્વીકારી શકે છે. પોતાનું કહી શકાય તેવું તેનું કશું જ નથી હોતું. આમ તે સર્વસ્વના ત્યાગી હોય છે. ભોજન પણ લૂખુંચૂકું જ તે લઈ શકે છે. શરીરની પૃષ્ટિ માટે આહાર નહિ પણ ધર્મકરણી અર્થે શરીર ટકી રહે તેટલા પૂરતો જ આહાર લઈ શકે છે અને પોતાનું જીવન સ્વાધ્યાય અને ધ્યાનમાં વિતાવી અંતે સમાધિમરણને પામે છે. જૈન દીક્ષા માટે ઉપર જણાવ્યા પ્રમાણે ક્રમ છે એટલે કે પ્રથમ ગૃહસ્થાશ્રમી થઈ પછી દીક્ષા, પરંતુ ગૃહસ્થાશ્રમનો સ્વીકાર સૈદ્ધાંતિક નથી. જેને ઉત્કટ ત્યાગ વૈરાગ્યભાવના જાગી હોય તે ગૃહસ્થધર્મ સ્વીકાર્યા વિના પણ યુવાવસ્થામાં જૈન શ્રમણની દીક્ષા લઈ શકે છે. આમ જૈન ધર્મ તે એકાશ્રમી ધર્મ પણ કહેવાય છે. 10. ઉપસંહાર : જૈન ધર્મ વિશે સંક્ષેપમાં જે અહીં ચર્ચા કરવામાં આવી છે તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે જૈન ધર્મ વિશેષ ભાર નીતિધર્મ ઉપર આપ્યો છે, પણ એ માત્ર લૌકિક નીતિ ધર્મ નથી, પરંતુ આધ્યાત્મિક ધર્મ પણ છે, કારણ કે તેમાં Page #111 -------------------------------------------------------------------------- ________________ 100 જગતના વિદ્યમાન ધર્મો માત્ર બાહ્ય આચરણમાં જ નીતિધર્મનું પાલન પર્યાપ્ત મનાયું નથી. કોઈની હિંસા ન કરવી એટલું જ પર્યાપ્ત નથી, પણ મનમાં હિંસાનો સંકલ્પ પણ ન કરવો અને એ જ પ્રકારે તેને નીતિના જે સત્યવચન આદિ નિયમો છે તે માત્ર બાહ્ય આચાર પૂરતા મર્યાદિત નથી, પણ આંતરિક આચારમાં પણ તે નિયમો પળાવા જોઈએ એવો આગ્રહ જૈન ધર્મમાં સેવવામાં આવ્યો છે, તેથી એ કેવળ નીતિ નથી પણ આંતરિક ધર્મ પણ બની જાય છે. જેમ સમાજનું અહિત થાય એમ ન વર્તવું તે નીતિ છે તો પોતાના આત્માનું અહિત થાય તેમ પણ ન વર્તવું એ આંતરિક આત્મધર્મ છે અને આ અર્થમાં તે ધર્મ છે. આમ સ્વહિત અને પરહિત એ બંને જૈન ધર્મે સાધ્યાં છે, તેથી સમાજ અને વ્યક્તિ બંનેને ઉન્નતિ કરવાનો અવકાશ મળે છે. આ જ અર્થમાં ભારતીય સમાજની ઉન્નતિમાં જૈન ધર્મનો વિશેષ ફાળો છે એમ કહીએ તો ઉચિત લેખાશે. ભારતવર્ષમાં જૈનધર્મે વિશેષ કરી જીવનમાં અહિંસાનું આચરણ જરૂરી માન્યું એટલે ભોજનમાં, ક્રીડામાં, જીવનના અન્ય વ્યવહારમાં જીવહિંસા ઓછામાં ઓછી થાય તેવો આગ્રહ જૈન ધર્મમાં રાખવામાં આવ્યો છે, તેથી જ્યાં જૈન ધર્મનો પ્રભાવ વિશેષ છે ત્યાં શાકાહારનો આગ્રહ અને વ્યસનત્યાગનો આગ્રહ વિશેષપણે જણાય છે. આમ, જૈનધર્મ એ આંતરિક ધર્મ છે, આત્માને વિશુદ્ધ કરનાર ધર્મ છે, આત્મામાંથી રાગ અને દ્વેષ કેમ ઓછા થાય, તૃષ્ણા કેમ ઓછી થાય તેનો જ માર્ગ એ જૈન ધર્મ છે. એટલે દેશ અને રાષ્ટ્રના હિતમાં એ ધર્મ છે, કારણ સમાજમાં જે કાંઈ દોષો આવે છે તે પરિગ્રહમાંથી, મમત્વભાવનામાંથી જન્મે છે અને જૈન ધર્મ શ્રાવક માટે પરિગ્રહનું પરિમાણ બતાવ્યું છે જ્યારે શ્રમણો માટે તો સર્વથા પરિગ્રહનો ત્યાગ જ ઉપદેશ્યો છે. આમ, પરિગ્રહનો ત્યાગ થવાથી હિંસાદિને અવકાશ ઓછો મળે છે અને સમાજમાં સંવાદ સ્થપાય છે. વળી, વૈચારિક અહિંસા એટલે અનેકાંતનો પણ ઉપદેશ જૈન ધર્મમાં છે. સમાજ અને રાષ્ટ્રમાં જેમ સંપત્તિ માટે કલહ છે તેમ વિચારભેદને લઈને પણ કલહ જાગે છે. એનું નિવારણ કરવાનો માર્ગ જૈન ધર્મે અનેકાંતવાદ દ્વારા બતાવ્યો છે. આથી સામાજિક કે રાજનૈતિક વિવિધ માન્યતાઓને કારણે જે વિવાદો સમાજમાં કે રાષ્ટ્રમાં ઊભા થાય છે તેનું શમન કરીને સહઅસ્તિત્વની ભાવનાને પુષ્ટિ જૈન ધર્મ આપે છે અને તે રીતે સમાજ અને રાષ્ટ્રને તે ઉપકારક છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ 101 સંદર્ભસૂચિ જે 4 1. દલસુખ માલવણિયા, જૈન ધર્મચિંતન, પૃ. 1-13 દશવૈકાસિકસૂત્ર 3. Belvalkar and Ranade, History of Indian Philosophy, 24-2 The Creative Period, 45231-IX P.V. Bapat (editor), 2400 Years of Buddhism, ...445291-11 दीघनिकायसामज्ञफलसुत्त आचारांगसूत्त, 8 7. દલસુખ માલવણિયા, જૈન આગમ 8. દલસુખ માલવણિયા, જૈન ધર્મચિંતન પૃ.૧૬૮-૧૯૧ 9. એજન, પૃ.૧૬૮-૧૯૧ 10. તત્ત્વાર્થસૂત્ર - 3-4 11. એજન-૨ 12. એજન-૧૦ 13. સન્મતિતક પ્રકરણ (ગુજરાતી) તથા ઉત્તરાધ્યયન 4:3,55) 14. ગણધરવાદની પ્રસ્તાવના 15. ઉત્તરાધ્યયન, 19:88-95 16. તત્ત્વાર્થસૂત્ર, 141 17. સૂથ, 2:2:31 18. સવાર સુત્ત, 2:3:4, 4:1:1 19. ઉત્તરાધ્યયન, 8:48 20. એજન, 940 21. એજન, 934 36 અને 1:15 22. એજન, 8:39 23. એજન, ૨પ૩૩ 24. એજન, 2532 25. એજન, 12H44 26. જૂથડ, 7:14 27. મુનિશ્રી વિદ્યાવિજયજી, સૂરીશ્વર અને સમ્રાટ Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ બૌદ્ધ ધર્મ - નગીનભાઈ શાહ 1. ઉદ્ભવ અને વિકાસઃ ઈશુ પૂર્વે છઠ્ઠી શતાબ્દી સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિક નવચેતના અને વિચારક્રાંતિ પેદા કરનાર શતાબ્દી તરીકે પ્રસિદ્ધ છે. આ કાળે ચીનમાં લાઓસે અને કૉન્સ્પેશ્યસ થયા, ગ્રીસમાં પાર્મેનિડિઝ, અને એપેડોકલીઝ થયા, ઇરાનમાં અષો જરથુષ્ટ્ર થયા અને ભારતમાં બુદ્ધ અને મહાવીર થયા. બુદ્ધ-મહાવીરનો કાળ અને ઉપનિષદોનો કાળ લગભગ એક જ છે. આ કાળ પૂર્વે ભારતની પરિસ્થિતિ જ એવી હતી કે નવજાગૃતિ અને વિચારક્રાંતિ અનિવાર્ય બની રહે. જટિલ વૈદિક ક્રિયાકાંડો વધી ગયા હતાં. ક્રિયાકાંડીઓનું ધ્યેય દુઃખમુક્તિ નહિ પરંતુ સ્વર્ગ હતું. સ્વર્ગ મેળવવા તેઓ યજ્ઞો કરતા અને યજ્ઞોમાં પશુઓને હોમતા. આધ્યાત્મિકતા દષ્ટિગોચર થતી ન હતી. મનુષ્ય મનુષ્ય વચ્ચેના ભેદ અસહ્ય હતા. માણસ જન્મથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર ગણાતો. શુદ્ર વર્ગ દબાયેલો-કચડાયેલો હતો. તેનો સમાજમાં આદર ન હતો. તેને વેદો વાંચવાનો અધિકાર ન હતો. ધાર્મિક ક્રિયાઓમાં તેને સ્થાન ન હતું. સ્ત્રીઓની પણ મહદંશે શુદ્રો જેવી દશા હતી. ધર્મગ્રંથો લોકભાષામાં ન હતા. આ અસહ્ય પરિસ્થિતિનો વિરોધ ઉપનિષદોએ શરૂ કર્યો. તેમણે યજ્ઞોને અદઢ તરાપા સાથે સરખાવ્યા છે. તેમની સહાયથી સંસાર તરી ન શકાય. ઉપનિષદોનું ધ્યેય સ્વર્ગ નથી પરંતુ મોક્ષ યા દુઃખમુક્તિ છે. માણસ કર્મથી જ સારો યા ખરાબ બને છે, જન્મથી નહિ એવો બોધ ઉપનિષદોએ આપ્યો સ્ત્રીઓ આધ્યાત્મિક ચર્ચાઓમાં ભાગ લેવા માંડી. સ્ત્રીની આધ્યાત્મિક અને બૌદ્ધિક શક્તિનો સ્વીકાર થયો.આ કાળે પ્રમાણ તરીકે વેદોની પકડ ઢીલી થવા લાગી. ધર્મદર્શનના ક્ષેત્રમાં અસંખ્ય આચાર્યો અને ચિંતકો ઉદ્ભવ્યા. તેઓએ જણાવ્યું કે અમે વૈદિક પરંપરાથી સ્વતંત્ર રીતે મુક્તિનો માર્ગ શોધ્યો છે. લોકો તેમની તરફ આકર્ષાયા. વેદના પ્રામાણ્યને ફગાવી દેવામાં આવ્યું હોઈ વિચારસ્વાતંત્ર્યને દાબમાં રાખી શકે એવું કંઈ ન હતું. ચિંતકોને અંતરનો અવાજ વ્યક્ત કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હતી. આ ચિંતકો બ્રાહ્મણ અને અબ્રાહ્મણ બંને હતા. અનેક સંપ્રદાયો અને પાર વિનાના મતો પ્રગટ્યા. ઉપરાંત, અનેક પ્રકારનાં Page #114 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ 103 બાહ્ય તપો આચરતા તપસ્વીઓ પણ હતા અને સાથે સાથે ધ્યાન માર્ગના જાણકાર યોગીઓ પણ હતા. આ ચિંતકો અને તપસ્વીઓ, બ્રાહ્મણો અને અબ્રાહ્મણો, પોતાના વિશાળ અનુયાયી સમુદાય સાથે દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં જઈ ધાર્મિક અને દાર્શનિક બાબતોની જાહેર ચર્ચાઓ કરવા લાગ્યા. પરિણામે આ યુગ ભારતમાં આધ્યાત્મિક જાગૃતિ, બૌદ્ધિક ક્રાંતિ અને વાદવિદ્યાનો યુગ બની ગયો. આમ, જે કાળે દેશમાં આવી પરિસ્થિતિ હતી, ત્યારે જૈનોના ચોવીસમા તીર્થંકર મહાવીર સાથે બુદ્ધનો આવિર્ભાવ થયો. ઉપનિષદોએ શરૂ કરેલી આધ્યાત્મિક અને વૈચારિક ક્રાંતિને તેઓએ આગળ ધપાવી. બંનેનું ધ્યેય સ્વર્ગ નહિ પણ દુઃખમુક્તિ, બંને અહિંસાના પુરસ્કર્તા. બંને યજ્ઞો અને વૈદિક ક્રિયા કાંડોના વિરોધી, બંનેએ સ્ત્રીઓને આધ્યાત્મિક સાધનાની અધિકારીણી ગણી અને બંનેએ સ્ત્રીને પ્રવજ્યા આપી સંઘમાં દાખલ કરી. બંને એ જાતિભેદનો સખત વિરોધ કર્યો. કર્મને આધારે જ માણસ સારો યા ખરાબ ગણાય એ વાત બંનેએ ભારપૂર્વક કહી. બંનેએ લોકભાષામાં ઉપદેશ આપ્યો. 2. બુદ્ધચરિત : શાક્ય નામની એક ક્ષત્રિય જાતિ હતી. હાલના બિહાર પ્રદેશની ઉત્તર-પશ્ચિમે આવેલી નેપાળની તરાઈમાં તે વસતી હતી. શાક્યોનું પોતાનું ગણતંત્રીય રાજ હતું. તેનું મુખ્ય નગરી હતી કપિલવસ્તુ. શુદ્ધોદન એક શાક્ય રાજા હતા. આદિત્ય તેમનું ગોત્ર હતું. કપિલવસ્તુમાં તે રહેતા હતા. તેમને મોટી ખેતી હતી. કપિલવસ્તુથી દેવદહનગરના માર્ગમાં આવતા લુમ્બિની ગામમાં પણ તેમની જમીન અને વાડી હતી. તે અંજન કોલિયની બે કન્યાઓને પરણેલા-એકનું નામ માયાદેવી અને બીજીનું નામ પ્રજાપતિ ગોતમી. લગભગ ઇ.સ.પૂર્વે પ૬૩માં માયાદેવીએ લુમ્બિની ગામના ઉદ્યાનમાં એક પુત્રને જન્મ આપ્યો. મા-દિકરાને કપિલવસ્તુ લાવવામાં આવ્યા. અસિત ઋષિએ ભવિષ્ય ભાખ્યું કે દિકરો મહાન થશે,જગતનો ઉદ્ધારક થશે. બાળકનું નામ ગૌતમ પાડવામાં આવ્યું. બાળકના જન્મ પછી સાતમે દિવસે માયાદેવી અવસાન પામ્યા. પ્રજાપતિ ગોતમીએ તેને પેટના દીકરાની જેમ ઉછેર્યો. કિશોરાવસ્થામાં ગૌતમ પિતાને ખેતરે જતા, જાંબુડાની શીતળ છાયામાં ધ્યાન ધરતા, સર્વ જીવો પ્રત્યે મૈત્રીની ભાવના કરતા અને ચિત્તમાં કુવિચારને પ્રવેશવા દેતા નહિ. યોગના જાણકાર ભરંડુ કાલામનો આશ્રમ કપિલવસ્તુમાં હતો. આ આશ્રમે પણ તેઓ જતા. તેમનો યૌવનકાળ અમનચમનમાં પસાર થયો. તે અત્યંત સુકુમાર હતા. તે રેશમી વસ્ત્રો પહેરતા. તડકો લાગે નહિ માટે સેવક તેમના માથે શ્વેત છત્ર ધરતો. પિતાએ તેમના માટે સુંદર સરોવર બંધાવ્યું હતું. ત્રણ ઋતુઓમાં રહેવા માટે ત્રણ જુદા જુદા મહેલો હતા. ચોમાસામાં તે મહેલ બહાર પગ પણ મૂકતા નહિ. સ્ત્રીઓનાં ગાયન-વાદન સાંભળવામાં વખત પસાર કરતા. તેમનું લગ્ન યશોધરા સાથે થયું. યશોધરાથી એક પુત્ર થયો. તેનું નામ રાહુલ. Page #115 -------------------------------------------------------------------------- ________________ 104 જગતના વિદ્યમાન ધર્મો આમ, સુખસંપત્તિનો ઉપભોગ કરવામાં કાળ પસાર થતો હતો ત્યારેય ગૌતમના સુકુમાર ચિત્તને સંસારના દુઃખો વ્યાકૂળ કરી મૂકતા. માણસજાતને વેઠવા પડતાં ઘડપણ, રોગ અને મરણનાં દુ:ખોના વિચારો તેમને સતત આવતા. તૃષ્ણા અને અસંતોષને લીધે પરસ્પર ઝગડતા લોકોને જોઈ તેમને સંસારમાં નિર્ભયસ્થાન દુર્લભ જણાયું. નિર્ભયસ્થાન અને દુઃખમુક્તિનો માર્ગ શોધવાની તેમને ઇચ્છા જાગી. સર્વસ્વનો ત્યાગ કરી ફરતાં પરિવ્રાજકોના નિર્ભય અને આનંદિત ચહેરા જોઈ તેમને લાગતું કે આ લોકો પાસે દુખમુક્તિનો ઉપાય હોવો જોઇએ.વળી, ભરડું કલામ પાસેથી તેમણે સંન્યાસ અને ધ્યાનમાર્ગ વિશે ઘણી વાતો સાંભળી હતી. ભરંડુએ પોતાના ગુરુ આધાર કાલામની વાતો પણ તેમને કહી હશે. અધૂરામાં પૂરું શાક્ય ગણરાજ્ય પાસે આવેલા લિચ્છવી ગણરાજયના રાજકુમાર વર્ધમાને થોડાં જ વર્ષો પહેલાં દુઃખમુક્તિનો ઉપાય શોધવા ગૃહત્યાગ કર્યો હતો અને જ્ઞાન-ત્યાગનું બળ રાજબળથી શ્રેષ્ઠ છે એ બતાવી આપ્યું હતું. આ ઘટના ગૌતમના ધ્યાન બહાર ન જ રહી હોય. આ બધાનું સમગ્ર પરિણામ એ આવ્યું કે ગૌતમે પણ દુઃખમુક્તિના ઉપાયની શોધ માટે ગૃહત્યાગનો નિશ્ચય કર્યો. પિતા શુદ્ધોદન અને માતા પ્રજાપતિ ગોતમીને તેમણે પોતાનો નિર્ણય જણાવ્યો. માતાપિતા રડવા લાગ્યાં. પરંતુ ગૌતમ તો 29 વર્ષની ભરયુવાનીમાં માથું મુંડાવી, ભગવા વસ્ત્ર ઓઢી ઘર છોડીને ચાલી નીકળ્યા. આ પ્રમાણે પ્રવજ્યા લઈ તે આલાર કાલામના આશ્રમે ગયા. આલાર કાલામે તે આલાર કાલામનો આશ્રમ છોડી યોગી રુદ્રક રામપુત્રના આશ્રમે ગયા. રુદ્રકે તેમને ધ્યાનની આઠમી ભૂમિકા શીખવી. અત્યાર સુધીમાં ગૌતમે આધ્યાત્મિક માર્ગે સારી પ્રગતિ કરી હતી. તેમણે કાયાનાં દુષ્કર્મો છોડી દીધાં હતાં, વાણીનું દુર્વર્તન છોડી દીધું હતું અને યોગ્ય રીતે મેળવેલી ભિક્ષાથી જ તે ઉદરનિર્વાહ ચલાવતા હતા. પરંતુ તેમને સંપૂર્ણ દુઃખમુક્તિને ઉપાય જડ્યો ન હતો. તેમને તો સંપૂર્ણ દુઃખમુક્તિને પરિણામે પ્રાપ્ત થતી પરમ શાન્તિ જોઇતી હતી. તે હજુ તેમને મળી ન હતી, એટલે તે ઉપાય અને તે શાન્તિ મેળવવા માટે રુદ્રના આશ્રમમાંથી ભદ્રવર્ગીય ભિક્ષુઓ સાથે તે ચાલી નીકળ્યા અને રાજગૃહ ગયા. કારણકે તેમને લાગ્યું કે ત્યાં શ્રમણો પાસેથી તેમને ખરું જ્ઞાન લાધશે. ગૌતમે ત્યાં જઈ શ્રમણોની તપશ્ચર્યા નિહાળી. તપ દ્વારા પરમ શાન્તિ મેળવવાનો તેમણે નિશ્ચય કર્યો. તપ કરવા માટે યોગ્ય સ્થાન શોધતા શોધતા તે ઉરુવેલા પહોંચ્યા. તે સ્થાન તેમને અનુકૂળ જણાયું. ત્યાં તેમણે તપ આદર્યું. તપથી તેમનું શરીર અત્યંત કૃશ થઈ ગયું.ભાંગેલા ઘરની વળીઓની જેમ તેમની પાંસળીઓ ખખડી ગઇ. ઊંડા કૂવાના પાણીમાં તારાઓનાં પડેલાં પ્રતિબિંબ જેવી કીકીઓ દેખાવા લાગી. કડવું કોળું કાપી તડકામાં રાખતાં જેમ તે કરમાઈ જાય તેમ તેમનું શરીર કરમાઈ ગયું. પીઠ અને પેટ એક થઈ ગયાં. પરંતુ આવા ઘોર તપ દ્વારા પણ તેમને પરમ શનિ ન મળી. તપથી ચિત્તના મળો દૂર ન થતાં તેમને તપની નિર્થકતા Page #116 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ 105 સમજાઈ. તેમણે ફરી ધ્યાનમાર્ગ તરફ વળવાનો નિશ્ચય કર્યો. ધ્યાનમાં પણ ચિત્તને અને સમગ્ર જગતને મૈત્રીથી ભરી દેનારું ધ્યાન જ તેમને સાચો પરમ શાન્તિનો ઉપાય લાગ્યો. દેહદંડના માર્ગની સમાજમાં પ્રતિષ્ઠા હતી. તેને છોડી દે તો લોકો હણું બોલે. પરંતુ ગૌતમે તેની પરવા કરી નહિ. તેમણે ઘોર તપનો માર્ગ છોડી દીધો. પરિણામે પેલા પાંચ ભદ્રવર્ગીય ભિક્ષુઓ તેમને છોડી ચાલ્યા ગયા. ધ્યાનમાર્ગમાં માર સાથે સંગ્રામ ખેલવો પડે છે. ગૌતમે અપ્રમત્તપણે આવો સંગ્રામ ખેલવા માંડ્યો. માર તૃષ્ણા અને ચિત્તગત દુવૃત્તિઓનું પ્રતીક છે. ગૌતમ સતત જાગ્રત રહ્યા-રખેને દુવૃત્તિ ચિત્તમાં પ્રવેશી જાય. સતત જાગ્રત રહીને અને ધ્યાન કરીને તેમણે ચિત્તની બધી દુવૃત્તિઓ અને કુવાસનાઓનો નાશ કરવા માંડ્યો. વૈશાખી પૂર્ણિમા હતી. સુજાતા નામે એક કુલીન કન્યાએ ગૌતમને ભિક્ષામાં ખીર આપી. નરંજરા નદીને તીરે ખીરનું ભોજન કરી તે પીપળાના વૃક્ષ નીચે ગયા. ત્યાં ધ્યાન ધર્યું. માર સાથે યુદ્ધ શરૂ થયું. મારનો સંપૂર્ણ પરાજય થયો. ચિત્ત નિર્મળ થયું. રાતનો સમય હતો ગૌતમને પરમ જ્ઞાન (સંબોધિ) થયું. તે બુદ્ધ બન્યા. તેમને પરમ શાન્તિનો લાભ થયો. સાત દિવસ સુધી વિમુક્તિના સુખને અનુભવતા એ જ સ્થાને તે બેસી રહ્યા. સાતમી રાત્રિના છેલ્લા પ્રહરે તેમણે ઉદ્ગાર કાઢ્યા કે ધર્મજ્ઞાનનો જ્યારે સાક્ષાત્કાર થાય છે ત્યારે મારની સેનાનો ધ્વંસ થઈ જાય છે અને તે પરમ જ્ઞાન સૂર્યની જેમ પ્રકાશે છે. સંબોધિની પ્રાપ્તિ પછી ગૌતમને લાગ્યું કે મેં શોધેલો માર્ગ લોકપ્રવાહથી ઊલટો જનારો છે, ગંભીર છે. સૂક્ષ્મ છે; તેને અજ્ઞાની અને કામાસક્ત લોકો નહિ સમજી શકે; તેનો ઉપદેશ લોકોને આપવો તે વ્યર્થ છે. પરંતુ પછી તરત જ તેમનામાં કરુણામૈત્રી-મુદિતા-ઉપેક્ષાની ભાવના જાગી. લોકોને દુઃખથી પીડાતા જોઈ કરુણા જાગી અને તેમને દુઃખમુક્ત થવાનો માર્ગ બતાવવા સંકલ્પ કર્યો. સર્વ જીવો પ્રત્યેની મૈત્રીએ તે સંકલ્પને દઢ કર્યો. જો કોઈ માર્ગને ગ્રહણ કરશે તો તેનાથી પોતે મોદ પામશે અને જો કોઈ માર્ગને ગ્રહણ નહિ કરે તો પોતે ઉપેક્ષા-ઉદાસીનતા સેવશે એવું તેમણે નક્કી કર્યું. આમ, લોકકલ્યાણાર્થે પોતે શોધેલા દુઃખમુક્તિના માર્ગનો ઉપદેશ આપવાનો બુદ્ધ નિર્ણય કર્યો અને પોતાના આ અભિનવ ધર્મમાર્ગનો ઉપદેશ પહેલવહેલો પેલા ભદ્રવર્ગીય પાંચ ભિક્ષુઓને દેવાનો તેમણે નિર્ણય કર્યો. તે ભિક્ષુઓ તે વખતે વારાણસી પાસે ઋષિપતનમાં હતા. તે ત્યાં ગયા. ત્યાં તેમણે તેમને ઉપદેશ આપ્યો. આ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહે છે. પછી તો બુદ્ધે પોતાની ઉપદેસગંગા જનતા માટે વહાવી. અનેક સ્ત્રી પુરુષો ભિક્ષુભિક્ષુણી બન્યાં. સમૃદ્ધ શ્રેષ્ઠિઓ, ક્ષત્રિયો અને રાજારાણીઓ બૌદ્ધ ધર્મના ઉપાસકો બન્યા. કર્મારપુત્ર ચુંદ, લૂંટારો અંગુલિમાલ અને ગણિકા આમ્રપાલી જેવાં પણ બુદ્ધને શરણે આવ્યાં. બુદ્ધ બુદ્ધિવાદી હતા. તેમણે લોકોને વ્યક્તિને શરણે નહિ પણ યુક્તિને અર્થાત બુદ્ધિને શરણે જવાનું કહ્યું છે. એક વાર તેમણે કાલામોને કહ્યું, “હે કાલામો! મેં તમને Page #117 -------------------------------------------------------------------------- ________________ 106 જગતના વિદ્યમાન ધર્મો આ કહ્યું, પરંતુ તમે તેનો સ્વીકાર કેવળ પરંપરાગત છે માટે ન કરશો. કેવળ તમારા ધર્મગ્રંથને અનુકૂળ છે માટે ન કરશો, કેવળ તેનો કહેનારો તમારો પૂજ્ય છે માટે ન કરશો, કેવળ તમને ગમે છે માટે ન કરશો, પરંતુ જો તમે તેને કલ્યાણકર અને નિર્દોષ સમજતા હો અને તેને ગ્રહણ કરવાથી સૌનું કલ્યાણ અને કુશળ થશે એમ તમને ખરેખર ખાતરી થાય તો જ તમે તેને સ્વીકારજો.” આવી મહાન વિભૂતિનું 80 વર્ષની વયે રક્તાતિસારના રોગથી કુશીનગરમાં અવસાન થયું. 3. શાસ્ત્રો અને ઉપદેશઃ સંબોધિની પ્રાપ્તિ થી માંડી મૃત્યુપર્યત બુદ્ધે આપેલા ઉપદેશનો સંગ્રહ ત્રિપિટક ગ્રંથોમાં છે. ત્રણ પિટકો છે. વિનયપિટક, સુત્તપિચક અને અભિધમ્મપિટક. વિનયપિટકમાં બુદ્ધ ભિક્ષુ-ભિક્ષાણીઓના આચારના નિયમો વિશે જે ઉપદેશ આપેલો તેનું સંકલન કરવામાં આવ્યું છે. સુત્તપિટકમાં બુદ્ધનો ધર્મ ઉપર આપેલો ઉપદેશ સંકલિત કરવામાં આવ્યો છે. અભિધમ્મપિટકમાં બૌદ્ધ તત્વજ્ઞાનનું નિરૂપણ છે. આ ત્રિપિટકોની ભાષા પાલિ છે. પાલિ ભાષા બુદ્ધના તે જમાનાના વિહારક્ષેત્રની લોકભાષાનું જ એક રૂપાંતર છે. બુદ્ધનો ઉપદેશ સૌને માટે હતો. મનુષ્ય મનુષ્ય વચ્ચેનો ભેદભાવ તેમને સ્વીકાર્ય ન હતો. જાતિભેદ તેમને કઠતો હતો. તેઓ કહેતા કે કીટકજાતિ, પશુજાતિ, મસ્યજાતિ, પક્ષીજાતિ વગેરે જાતિઓમાં જાતિભેદક લક્ષણો છે, પરંતુ મનુષ્યોની આપણે ઊભી કરેલી જાતિઓમાં જાતભેદક લક્ષણો નથી. મનુષ્યોનો જાતિભેદ વ્યર્થ છે. તેઓ કહેતા કે જન્મથી કોઈ ઊંચ નથી કે નીચ નથી, કર્મથી જ મનુષ્ય ઊંચ કે નીચ બને છે; તપ, સંયમ, બ્રહ્મચર્ય અને દમથી જ મનુષ્ય બ્રાહ્મણ બને છે; જટાથી, ગોત્રથી કે જન્મથી તે બ્રાહ્મણ બનતો નથી. બુદ્ધ વ્યવહારુ હતા. તેઓ મિથ્યા તાત્વિક ચર્ચાઓથી અળગા રહેવાનું પસંદ કરતા. એકવાર એમના શિષ્ય માલુક્યપુત્રે નક્કી કર્યું કે બુદ્ધને પૂછવું કે જગત નિત્ય છે કે અનિત્ય. દેહ અને આત્મા ભિન્ન છે કે અભિન્ન, તથાગત બુદ્ધને પુનર્જન્મ છે કે નહિ, વગેરે; બુદ્ધ પાસેથી “હા” કે “ના'માં જવાબ મેળવવો; અને જો એવો જવાબ બુદ્ધ ન આપે તો તેમની આધ્યાત્મિક નેતાગીરી પોતે ફગાવી દેવી. તે બુદ્ધ પાસે ગયો. બુદ્ધે તેને મનનીય ઉત્તર આપ્યો. “હે માલ્યપુત્ર! એક માણસને ઝેર પાયેલું બાણ વાગ્યું હોય અને વૈદ્ય તેનું બાણ ખેંચી કાઢી ઉપચાર કરવા આવે ત્યારે શું વૈધને તે એમ કહેશે કે પહેલા તમે મને કહો કે આ બાણ કોણે માર્યું; તે બ્રાહ્મણ હતો , ક્ષત્રિય હતો, વૈશ્ય હતો કે શુદ્ર હતો; તે ઠીંગણો હતો કે ઊંચો; તે કાળો હતો કે ગોરો; તે આ ગામનો હતો કે પરગામનો; બાણની પુખ સમડીનાં પીંછાની છે કે બાજના; ધનુષ્ય કેવી જાતનું હતું; તેની દોરી શેની બનાવેલી હતી; આ બધા પ્રશ્નોના ઉત્તર આપો તે પછી જ હું તમને આ મને અત્યંત પીડા કરનાર બાણ કાઢવા Page #118 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ 107 વ્યર્થ સમય ન બગાડવો જોઈએ. દુ:ખ છે એ હકીકત છે અને તેને દૂર કરવા પ્રયત્ન કરવો જોઇએ. જગત નિત્ય છે કે અનિત્ય વગેરે ચર્ચા કરવાથી દુઃખમુક્તિ માટેની સાધનામાં મદદ થતી નથી. એવા વાદવિવાદથી વૈરાગ્ય ઉત્પન્ન થનાર નથી, પાપનો નિરોધ થવાનો નથી, ચિત્તની શાન્તિ મળવાની નથી, પ્રજ્ઞા ઊગવાની નથી અને નિર્વાણ પ્રાપ્ત થવાનું નથી.” બુદ્ધને સાંપ્રદાયિક સંકુચિતતા બિલકુલ પસંદ ન હતી. તેમણે એક વાર નીચે પ્રમાણે ઉપદેશ આપ્યો : “કેટલાક લોકો કહે છે કે અમારો ધર્મ જ પૂર્ણ છે અને બીજા ધર્મો હીન છે. આ રીતે લડાઈ-ઝગડા ઉભા કરી તેઓ વિવાદ કરે છે. તેઓ પોતાની વાત જ સાચી છે એવો આગ્રહ રાખે છે. પોતે કલ્પેલા મતને મહત્ત્વ દેનાર અને હઠપૂર્વક વાદવિવાદ કરનાર માણસને સમજાવવો અને શાન્ત કરવો મુશ્કેલ છે. તે વિવાદમાં પોતાની જીતને જ પોતાનું ધ્યેય માને છે કે અહંકારમાં મત્ત બની પોતાની . જાતને માનથી અભિષિક્ત કરે છે. આ બધું સાંપ્રદાયિકતાને હૃદયસરસી ચાંપવાનું જ પરિણામ છે. અસ્થિર મનુષ્ય જ વાદ-વિવાદમાં પડે છે. ડાહ્યો અને સ્થિરચિત્ત માણસ તેમાં પડતો નથી. તે કોઈ મતનો આગ્રહ રાખતો નથી. તેને કોઈ પંથ પ્રત્યે રાગ હોતો નથી. ભિન્ન ભિન્ન મતો અને પંથો પ્રત્યે તે ઉદાસીન રહે છે. તેણે રાગદ્વેષરૂપી ગાંઠને છેદી નાંખી હોવાથી તે આ કે તે મત યા પંથનો પક્ષપાતી બની અન્યને ઉતારી પાડતો નથી. તેની પાસે સાંપ્રદાયિકતા અને સંકુચિતતા ટૂંકતા પણ નથી. તે સાંપ્રદાયિક મતમતાંતરોથી મુક્ત હોય છે. ઉદાર હોય છે.” એક વાર બુદ્ધ ભિક્ષુઓને કહ્યું, “હે ભુક્ષુઓ ! કોઈ રંગારો મેલું વસ્ત્ર રંગવા લાગે તો તે તેને સારી રીતે રંગી શકતો નથી. તેનું કારણ એ છે કે તે વસ્ત્ર મેલું છે. મેલા વસ્ત્ર ઉપર રંગ બરાબર ચડતો નથી. તેવી જ રીતે ચિત્ત મેલું હોય તો તેના ઉપર સગુણનો-આધ્યાત્મિકતાનો રંગ ચડતો નથી. ચિત્તનો મેલ છે રાગ, દ્વેષ, ઇર્ષ્યા, શતા, કુટિલતા, માન અને પ્રમાદ. મેલા વસ્ત્રને ધોઈ તેના ઉપર રંગ ચડાવવામાં આવે તો તેના ઉપર રંગ બરાબર ચડે છે. તેવી જ રીતે ચિત્તના મળોને દૂર કરી ચિત્તને શુદ્ધ કરવું સૌ પ્રથમ જરૂરી છે. શુદ્ધ ચિત્તમાં સગુણો સહેલાઈથી પ્રવેશે છે. કેટલાક લોકો ગંગામાં સ્નાન કરીને પોતે શુદ્ધ થઈ ગયા એમ માને છે. કેટલાક ગયા તીર્થ જઈ આવ્યાથી પોતે શુદ્ધ થઈ ગયા એમ માને છે, બધા સાથે વેર કરનારા પાપી માણસને ગંગા, ગયા વગેરે શું કરી શકવાના? જે પુણ્ય કર્મો કરે છે તેને સૌ સ્થાનો તીર્થ છે અને રોજ શુભ નક્ષત્ર છે. તેના હાથે હંમેશા વ્રત થયા જ કરે છે. ડાહ્યા માણસે ધર્મકાર્યમાં જ પ્રવૃત્ત રહેવું અને સૌ જીવો ઉપર પ્રેમ કરવો.” બુદ્ધ ત્રણ વસ્તુનો ઉપદેશ આપ્યો છે. તે ત્રણ વસ્તુ છે-શીલ, સમાધિ અને પ્રજ્ઞા. શીલ બૌદ્ધ ધર્મનો પાયો છે. સર્વ પાપમાંથી વિરતિ જ શીલ છે. સારા ભાવોમાં Page #119 -------------------------------------------------------------------------- ________________ 108 જગતના વિદ્યમાન ધર્મો ચિત્તને એકાગ્ર કરવું એ સમાધિ છે. સમાધિ બૌદ્ધ ધર્મનો મધ્ય છે. પ્રજ્ઞામાં બૌદ્ધ ધર્મનું પર્યવસાન છે. જ્યારે ભિક્ષુ પ્રજ્ઞાથી સાક્ષાત્કાર કરે છે કે બધું અનિત્ય છે, દુઃખમય છે, “હું” કે “મારું” કંઈ નથી ત્યારે દુઃખનો સંપૂર્ણ નિરોધ થાય છે. પ્રજ્ઞા ઈષ્ટ-અનિષ્ટમાં સમભાવ પેદા કરે છે. રતિ-અરતિ, જય-પરાજય, રાગ-દ્વેષ, પાપ-પુણ્ય વગેરે કંદોથી પ્રજ્ઞાવાન પર થઈ જાય છે. બૌદ્ધ ધર્મમાં પણ તેને આસક્તિ રહેતી નથી. ધર્મ તરાપાને જેવો છે. તે ભવસાગર તરી જવા માટે છે, મરી ગયા પછી કાંધ ઉપાડી ફરવા માટે નથી. પ્રજ્ઞાવાન ધર્મથી પણ પર થાય છે. શીલથી પાપકર્મોનું અતિક્રમણ થાય છે. સમાધિથી દુષ્ટ મનોવૃત્તિઓનું અતિક્રમણ થાય છે અને પ્રજ્ઞાથી ભવનું (= પુનર્જન્મનું) અતિક્રમણ થાય છે. સમાધિ લેશોને નબળા પાડે છે અને પ્રજ્ઞા તેમનો સમૂળ નાશ કરે છે. 10 4. તાત્ત્વિક સિદ્ધાન્તોઃ ચાર આર્યસત્યો : બુદ્ધે ચાર આર્ય સત્યોનો ઉપદેશ દુઃખનિરોધનો ઉપાય પણ છે. જેમ આયુર્વેદમાં રોગ, રોગહેતુ, આરોગ્ય (રોગનાશ) અને ભૈષજ (દવા) એ ચાર સત્યો છે તેમ અધ્યાત્મશાસ્ત્રમાં પણ દુઃખ દુઃખહેતુ, દુઃખનિરોધ અને દુઃખનિરોધનો ઉપાય એ ચાર સત્યો છે, જેમ વૈદ્ય યોગ્ય દવા આપી રોગનો નાશ કરે છે તેમ બુદ્ધ દુઃખનિરોધનો ઉપાય બતાવી દુ:ખનો નાશ કરે છે. આ કારણે જ બુદ્ધને મહાન વૈદ્યરાજ ગણવામાં આવ્યા છે. દુઃખ છે. જગતના સર્વ પદાર્થો દુઃખમય છે. વિષયોને ભોગવતી વખતે લાગતું સુખ પણ પરિણામે દુઃખ જ છે. જન્મ, જરા અને મૃત્યુ પણ દુઃખ જ છે. પ્રિયનો વિયોગ દુઃખ છે, અપ્રિયનો સંયોગ દુઃખ છે. ધનના ઉપાર્જનમાં, રક્ષણમાં અને વ્યયમાં પણ દુઃખ છે. અર્થ અનર્થકર છે. લોકો દુઃખદાહમાં બળી રહ્યા છે. સંસારમાં દુઃખ જ છે. દુઃખનું મૂળ છે. કારણ વિના દુઃખ ઉત્પન્ન થાય નહિ. તેનું કારણ હોવું જ જોઈએ, દુઃખનું કારણ તૃષ્ણા છે. તૃષ્ણાં જ સંસારદાવાનળમાં પ્રાણીઓને હોમે છે. તૃષ્ણા જ દુઃખરૂપ વિષયભોગ તરફ પ્રાણીઓને વાળે છે. વિષયભોગ તૃષ્ણાનું ઈધન છે. વિષયભોગથી તૃષ્ણા વધે છે. તૃષ્ણાથી ચિત્ત વ્યગ્ર રહે છે. તૃષ્ણાગ્રસ્ત પ્રાણી સાંસારિક જાળ રચે છે અને તેમાં ફસાય છે. દુઃખનો નિરોધ શક્ય છે. તૃષ્ણાક્ષયથી જ દુઃખનો નાશ સંભવે છે. તૃષ્ણાનો નાશ થતાં ચિત્તની વ્યગ્રતા દૂર થાય છે. તૃષ્ણામુક્તનું ચિત્ત પરમ શાન્તિ અનુભવે છે. તેની વિવેકબુદ્ધિ પૂર્ણ કળાએ ખીલે છે. પરિણામે તેનો પુનર્જન્મથી છુટકારો થાય છે. આમ, તૃષ્ણાલયથી દુઃખનિવૃત્તિ શક્ય છે. દુઃખના નિરોધનો ઉપાય છે. દુઃખને દૂર કરવું હોય તો તૃષ્ણાનો નાશ કરવો જોઈએ. પણ તૃષ્ણાનો નાશ કેવી રીતે કરવો? આ માટે બુદ્ધ આર્ય અષ્ટાંગિક માર્ગનો ઉપદેશ આપ્યો છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ 109 અષ્ટાંગિક માર્ગ : આ બુદ્ધ ચિંધેલો માર્ગ દુઃખરહિત છે, આંખો ખોલી નાખનાર છે, સંબોધિ અને નિર્વાણ ભણી લઈ જનાર છે. આ કલ્યાણનો માર્ગ છે. અમૃતનો માર્ગ છે. કામભોગ અને વિકાસનો માર્ગ ગ્રામ્ય, અશિષ્ટ અને હીન છે, ઘોર તપનો માર્ગ દુઃખમય અને અનર્થકર છે. તે બેની વચ્ચે થઈ જતો આ માર્ગ છે. તેથી તેને મધ્યમમાર્ગ કહેવામાં આવે છે. આ જ પરમ શાન્તિનો માર્ગ છે. તેનાં આઠ અંગો છે-સમ્યક્ દષ્ટિ, સમ્યફ સંકલ્પ, સમ્યફ વાણી, સમ્યક્ કર્માન્ત, સમ્યફ આજીવ, સમ્યફ વ્યાયામ, સમ્યફ સ્મૃતિ અને સમ્યફ સમાધિ.. સમ્યક દૃષ્ટિ : સમ્યક્ દષ્ટિના ત્રણ અર્થ છે : 1. ચાર આર્યસત્યોમાં શ્રદ્ધા.૨. સારાં કુશળ) કર્મ અને ખરાબ (અકુશળ) કર્મનો તેમજ કુશળ કર્મના કારણ અને અકુશળ કર્મના કારણનો વિવેક. 3. ચાર આર્યસત્યોનો સાક્ષાત્કાર - ચાર આર્યસત્યોમાં શ્રદ્ધા એ આ માર્ગનો પાયો છે. આ અર્થમાં સમ્યક દૃષ્ટિ શીલનું કારણ છે. કુશળ-અકુશળ કર્મોનો તેમજ તેમનાં કારણોનો વિવેક શીલનું હાર્દ છે. ચાર આર્યસત્યોનો સાક્ષાત્કાર (પ્રજ્ઞા) એ માર્ગની પરમ કોટિ છે. આ અર્થમાં સમ્યક દૃષ્ટિ માર્ગનું પર્યવસાન છે. કાયિક, વાચિક અને માનસિક કર્મો બે પ્રકારનાં હોય છે - કુશળ અને અકુશળ, કુશળ કર્મોનાં કારણ છે અલોભ, અદ્વેષ અને અમોહ, અકુશળ કર્મોનાં કારણ છે લોભ, દ્વેષ અને મોહ. કુશળ-અકુશળ કર્મો અને તેમનાં કારણોનો વિભાગ કરવો તેનું નામ વિવેક. શીલને માટે આવો વિવેક અત્યંત આવશ્યક છે. આવા વિવેકને પણ સમ્યક દૃષ્ટિ ગણવામાં આવે છે. સમ્યક સંકલ્પઃ શ્રદ્ધા પ્રમાણે નિશ્રય થાય અને નિશ્ચય પ્રમાણે આચાર થાય. સંકલ્પનો અર્થ છે નિશ્ચય. આમ, સમ્યફ સંકલ્પ એ સમ્યક્ દષ્ટિ (શ્રદ્ધા) અને શીલને જોડનાર મજબૂત કરી છે. ચાર આર્યસત્યોની શ્રદ્ધાને અનુરૂપ સંકલ્પ તૃષ્ણારાહિત્યનો, અદ્રોહનો અને અહિંસાનો જ હોય. તૃષ્ણા જ બધાં દુઃખોની જનની છે. દ્રોહ અને હિંસા પોતાનું તેમજ બીજાનું અકલ્યાણ કરનારાં છે, વ્યક્તિ તેમજ સમાજનું અહિત કરનારાં છે. તેથી, આ માર્ગના પથિકે દઢ સંકલ્પ કરવો જોઈએ કે પોતે વિષયોની તૃષ્ણા નહિ રાખે, કોઈ જીવનો દ્રોહ નહિ કરે અને કોઈ પ્રાણીની હિંસા નહિ કરે. સમ્યક વાણી જેણે તૃષ્ણારાહિત્યનો, અદ્રોહનો અને અહિંસાનો સંકલ્પ કર્યો હોય તે કદી અસત્ય ન બોલે, કઠોર વેણ ન કહે, ચાડી-ચુગલી ન કરે પરંતુ સત્ય બોલે, મધુર વેણ કહે અને સર્વભૂતોપકારક વાણી બોલે. “આ માર્ગનો પથિક સર્વજનહિતકર વચનો બોલે અથવા મૌન ધારણ કરે'- બુદ્ધ ભગવાનનો આ આદેશ છે. આ જ સમ્યક વાણી છે. સમ્યક કર્મઃ જેણે તૃષ્ણારાહિત્ય, અદ્રોહ અને અહિંસાનો સંકલ્પ કર્યો હોય તે આસક્ત થઈ કંઈ પણ ગ્રહણ ન કરે તેમ જ બીજાને દુઃખ થાય એવાં કાયિક, વાચિક કે માનસિક કર્મો ન કરે. આ જ સમ્યક કર્મ છે. આ માર્ગનો સાધક ભિક્ષુ Page #121 -------------------------------------------------------------------------- ________________ 110 જગતના વિદ્યમાન ધર્મો હિંસા ન કરે, અસત્ય ન બોલે, ચોરી ન કરે, વ્યભિચાર ન કરે, માદક પદાર્થોનું સેવન ન કરે, કવેળા ભોજન ન કરે, માલા-અત્તરનો ઉપયોગ ન કરે, નાચ-ગાન દેખે - સાંભળે નહિ, સુવર્ણ-રજતનો સ્વીકાર ન કરે અને કીમતી શય્યા-આસનનો ઉપયોગ ન કરે. ભિક્ષુનાં આ દસ શીલ કહેવાય છે. પ્રથમ પાંચ, ઉપાસકનાં પંચશીલ કહેવાય છે. જે સાધક સમ્યફ કર્મનું આચરણ કરતો નથી તે પોતાનો જડમૂળથી નાશ કરે છે. સમ્યક આજીવઃ આજીવનો અર્થ છે આજીવિકા. સમ્યફ સંકલ્પની અવિરોધી આજીવિકા સમ્યફ આજીવિકા ગણાય. આજીવિકામાં મુખ્યપણે અન્ન અને વસ્ત્રોનો સમાવેશ થાય છે. આ બેય વસ્તુઓ ભિક્ષુને બીજાની પાસેથી મેળવવાની હોય છે. તૃષ્ણારાહિત્ય, અદ્રોહ અને અહિંસાનો તેનો સંકલ્પ હોઈ તે સાધનાર્થે શરીર ટકાવવા ભોજન લે છે અને ટાડ-તડકાથી શરીરનું રક્ષણ કરવા તેમજ લાજ ઢાંકવા જ ચીવર ધારણ કરે છે. ભોજન અને ચીવર પ્રાપ્ત કરવા તેના સમ્યફ સંકલ્પને તોડે એવું કંઈ તે કરતો નથી. જ્યોતિષ, સામુદ્રિક વિદ્યા, મંત્રપ્રયોગ આદિનો ઉપયોગ તે આજીવિકા મેળવવા કરતો નથી, તે ભિક્ષામાં જે મળે તે લે છે. કોઈ વાર ન મળે તો પણ પ્રસન્ન રહે છે. ચીવર મળે તો ઠીક, ન મળે તો ચીંથરામાંથી પણ ચીવર બનાવી લે છે. આ તેની સમ્યફ આજીવિકા છે. સમ્યક વ્યાયામઃ સમ્યફ સંકલ્પથી અવિરોધી પ્રયત્ન તે સમ્યફ વ્યાયામ. જેણે તૃષ્ણારાહિત્ય, અદ્રોહ અને અહિંસાનો સંકલ્પ કર્યો હોય છે તે ભોગ, દ્રોહ, હિંસા આદિના બૂરા વિચારો ચિત્તમાં ન ઊઠે તે માટે પ્રયત્ન કરે છે અને ઊહ્યા હોય તો તેમને ચિત્તમાંથી હાંકી કાઢવાનો પ્રયત્ન કરે છે. તે મૈત્રી આદિ સભાવનાઓને ચિત્તમાં જગાડવાનો પ્રયત્ન કરે છે અને જાગી હોય તો તેમને ચિત્તમાં ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. આ જ સમ્યફ વ્યાયામ છે. સમયક સ્મૃતિ : સ્મૃતિનો અર્થ છે સાવધાની, અપ્રમાદ યા જાગૃતિ. સમ્યફ સંકલ્પને અનુરૂપ સ્મૃતિ સમ્યફ સ્મૃતિ છે. જેણે તૃષ્ણારાહિત્ય, અદ્રોહ અને અહિંસાનો સંકલ્પ કર્યો છે તેણે ભોગ, દ્રોહ અને હિંસા આદિના બૂરા વિચારો પોતાના ચિત્તમાં દાખલ ન થઈ જાય એ માટે અત્યંત સાવધ રહેવું જોઈએ. ચિત્તને બૂરા વિચારોની કુટેવ અનાદિકાળથી પડેલી છે. તેથી, જરા પણ પ્રમાદ સેવ્યો તો તરત જ ચુપકીદીથી ચોરની પેઠે બૂરા વિચારો ચિત્તમાં દાખલ થઈ જાય છે. અપ્રમાદ યા સ્મૃતિ એ ચિત્તમહેલનો દ્વારપાળ છે. તે બૂરા વિચારોને ચિત્તમાં દાખલ થતા રોકી ચિત્તનું રક્ષણ કરે છે. સમ્યક સમાધિ : સમાધિ એટલે ચિત્તની એકાગ્રતા, તેનો વિષય કુશલ હોય તો તેને કુશલ સમાધિ કહેવાય અને તેનો વિષય અકુશલ હોય તો તેને અકુશલ સમાધિ કહેવાય. કુશલ સમાધિ જ સમ્યફ સમાધિ છે. આમ, સન્મનોવૃત્તિઓમાં ચિત્તને સ્થિર કરવું એ જ Page #122 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ 111 સમ્યક સમાધિ છે. સમ્યફ સમાધિને પરિણામે યથાર્થદર્શી પ્રજ્ઞાનો ઉદય થાય છે, આર્યસત્યોનો સાક્ષાત્કાર થાય છે અને ભવનો અન્ત થાય છે-પુનર્જન્મ અટકી જાય છે. પ્રતીત્યસમુત્પાદવાદ : “આ હોય તો આ થાય અને આ ન હોય તો આ ન થાય' એવો કાર્યકારણનો સિદ્ધાંત જ પ્રતીત્યસમુત્પાદવાદ છે. આ નિયમ પ્રમાણે જે ઉત્પન્ન થાય છે તેની ઉત્પત્તિનું કારણ અવશ્ય હોય છે અને જ્યારે ઉત્પાદક કરણનો અભાવ હોય છે ત્યારે કાર્યનો અભાવ હોય છે. બુદ્ધે દુઃખમુક્તિના માર્ગ સ્પષ્ટ કરવા જ પ્રતીત્યસમુત્પાદવાદનો ઉપદેશ દીધો છે. કેટલાક એવું માનતા હતા કે દુઃખનું કોઈ કારણ નથી અને તેથી દુઃખમુક્તિ શક્ય નથી. કેટલાક એવું માનતા હતા કે દુઃખ ઈશ્વરનિર્મિત છે અને તેથી ઈશ્વરાનુગ્રહથી જ દુઃખમુક્ત થઈ શકાય. પરંતુ પ્રતીત્યસમુત્પાદવાદ અનુસાર દુઃખનું કારણ છે અને તેથી તેને દૂર કરી દુઃખ દૂર કરી શકાય. આમ, દુ:ખનિરોધની શક્યતા અને પુરુષાર્થના સ્વીકારનો તાત્ત્વિક યા સૈદ્ધાંન્તિક પાયો પ્રતીત્યસમુત્પાદવાદ પૂરો પાડે છે. દરેક ઘટના પોતાની ઉત્પત્તિ માટે પોતાની પૂર્વવર્તી કોઈ ઘટનાનો કારણરૂપે આધાર લે છે અને પોતે પણ અન્ય પરવર્તી ઘટનાનો કારણરૂપ આધાર બને છે. આમ, કાર્યકારણનું ચક્ર ચાલ્યા કરે છે. ભવચક્ર પણ આવું જ કાર્યકારણનું ચક્ર છે. ભવચક્રનાં બાર અંગો છે. એટલે ભવચક્રના સંદર્ભમાં પ્રતીત્યસમુત્પાદને બાર અંગવાળો કહ્યો છે. આ બાર અંગો કાર્યકારણની શુંખલાઓ છે. તેમને બાર નિદાનો પણ કહે છે. તે છે : અવિદ્યા (ચાર આર્યસત્યોનું અજ્ઞાન), સસ્કાર (કર્મો) વિજ્ઞાન (માતાની કૂખે અવતરેલું ચિત્ત), નામરૂપ ચેતનાયુક્ત પ્રાથમિક ગર્ભશરીર), ષડાયતન (પંચેન્દ્રિયો અને મન), સ્પર્શ (ઇન્દ્રિયનો વિષય સાથે સંપર્ક) વેદના, તૃષ્ણા, ઉપાદાન (આસક્તિ) ભવ (પુનર્જન્મોત્પાદકમ), જાતિ (જન્મ), જરા-મરણ આદિ દુઃખ અવિદ્યાને લીધે કર્મો બંધાય છે, બંધાયેલાં કર્મોને લીધે ચિત્ત માતાની કૂખે અવતરે છે, અવતરેલા ચિત્તને લીધે ચેતનાયુક્ત પ્રાથમિક ગર્ભશરીરનું નિર્માણ થાય છે, આવા ગર્ભશરીરને લીધે પાંચ ઇન્દ્રિયો અને મન ઉત્પન્ન થાય છે, ઇન્દ્રિય-મનને લીધે ઇન્દ્રિય-મનનો વિષય સાથે સંપર્ક થાય છે. આવા સંપર્કને લીધે સુખદુઃખનું વેદના થાય છે, સુખદુઃખના વેદનને લીધે તૃષ્ણા જન્મે છે, તૃષ્ણાને આસક્તિ જન્મે છે, આસક્તિને લીધે પુનર્જન્મોત્પાદક કર્મ બંધાય છે, આવાં કર્મોને લીધે પુનર્જન્મ થાય છે અને પુનર્જન્મ યા જન્મને લીધે જરા-મરણ આદિ દુઃખ પેદા થાય છે. આમ, ભવચક્ર નિરંતર ચાલ્યા કરે છે. ભવચક્રનું મૂળ અવિદ્યા છે. એટલે અવિદ્યા દૂર થતાં કર્મબંધ અટકી જાય છે, કર્મબંધ અટકતાં ચિત્તનું માતાની કૂખે અવતરણ અટકી જાય છે અને આ જ ક્રમે છેવટે જરા-મરણ આદિ દુઃખ પણ નાશ પામે છે. ક્ષણભંગવાદ : પ્રતીત્યસમુત્પાદવાદનું સૂક્ષ્મ રૂપ ક્ષણભંગવાદ છે. આ વાદ અનુસાર જગતની બધી વસ્તુઓ ક્ષણિક છે. બુદ્ધે પોતે શાશ્વતવાદ અને ઉચ્છેદવાદની વચ્ચેનો માર્ગ (મધ્યમમાર્ગી સ્વીકાર્યો છે. તેમણે કહ્યું છે કે એવી કોઈ ચીજ નથી Page #123 -------------------------------------------------------------------------- ________________ 11 2 જગતના વિદ્યમાન ધર્મો જે અત્યંત અપરિવર્તનશીલ હોય, નિત્ય હોય, શાશ્વત હોય. તેમણે સાથે સાથે એમ પણ કહ્યું છે કે કોઈ પણ વસ્તુનો અત્યંત ઉચ્છેદ થતો નથી. વાસ્તુ શાશ્વત પણ ન હોય અને ઉચ્છેદ પામતી પણ ન હોય તો પછી તે કેવી હોય? તે વસ્તુ એક ક્ષણ જ ટકનારી પરંતુ પોતાના જેવી જ બીજી વસ્તુને ઉત્પન્ન કરી મૂકી જનારી હોય. વસ્તુ એક ક્ષણ જ ટકે છે માટે શાશ્વત નથી. અને તે પોતાના પછી પોતાનાં જેવી જ વસ્તુને જન્મ આપી મૂક્તી જાય છે. એટલે એનો અત્યંત ઉચ્છેદ પણ નથી. જેને આપણે સ્થિર યા | નિત્ય વસ્તુ માનીએ છીએ તે ખરેખર તો અનેક એકસરખી ક્ષણિક વસ્તુઓની હાર છે, જેમાં પૂર્વની વસ્તુ ઉપર ઉત્તરની વસ્તુના અસ્તિત્વનો આધાર છે, કારણ કે પ્રતીત્યસમુત્પાદના નિયમથી તેઓ એકબીજા સાથે કાર્ય-કારણરૂપે સંબદ્ધ છે. આવી હારને સંતાન યા સંતતિ કહેવામાં આવે છે. 15 અનાત્મવાદ : ઉપનિષદોએ અપરિવર્તનશીલ શાશ્વત તત્ત્વને સ્વીકારી તેને . આત્મા’ નામ આપ્યું છે. બધી જ વસ્તુઓને પ્રતીત્યસમુત્પન્ન અને ક્ષણિક માનનાર બુદ્ધ આવા આત્માને કેવી રીતે સ્વીકારી શકે ? તેમણે આવા આત્માનો સ્વીકાર ન કર્યો હોવાથી તે અનાત્મવાદી કહેવાય છે. ઉપનિષદોએ જે આત્માતત્ત્વ સ્વીકાર્યું છે તે ચિત્તથી પર છે. બુદ્ધ ચિત્તથી પર એવા કોઈ તત્ત્વને સ્વીકારતા નથી. તેમને મન ચિત્ત જ પરમ તત્ત્વ છે, ચિત્તથી પર કોઈ તત્ત્વ નથી. તે સ્વભાવથી પ્રકાશમય છે અને તેના મળો આગંતુક છે. 17 આગંતુક મળોને દૂર કરી ચિત્તને તેના શુદ્ધ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કરવા માટેનો જ બુદ્ધનો પરમ ઉપદેશ છે. અનીશ્વરવાદઃ જગતની દરેક વસ્તુ પોતાના અસ્તિત્વ માટે પોતાના કારણને આધીન છે, તેને ઈશ્વરનું કોઈ પ્રયોજન નથી. પ્રતીત્યસમુત્પાદવાદનો આ ફલિતાર્થ છે, તેથી બુદ્ધ ઈશ્વરનો સ્વીકાર કર્યો નથી. જગતનો કોઈ એક કર્તા તેમને માન્ય નથી. સુખદુઃખનું કારણ પોતાના કર્મો જ છે. સુખદુઃખના દાતા તરીકે ઈશ્વરને માનવાની જરૂર નથી. બુદ્ધ પોતાને કેવળ દુઃખમુક્તિનો માર્ગ દેખાડનાર ગણે છે. બાકી તો માર્ગના પથિકે પોતે જ ચાલવાનું છે. તેણે પોતે જ પુરુષાર્થ કરવાનો છે. પોતાનું કર્મ જ પોતાનું તારક છે. પોતે જ પોતાનો તારણહાર છે, બીજો કોઈ તારણહાર નથી. કર્મસિદ્ધાંત અને પુનર્જન્મ : દ્વાદશાંગ ભવચક્રની ધરી કર્મસિદ્ધાન્ત છે. કર્મ અને તેના ફળના પારસ્પરિક સંબંધને લીધે ભવચક્ર ચાલ્યા કરે છે. કર્મ જ ફળનું કારણ છે અને કર્મ જ પુનર્જન્મનું કારણ છે.૧૯ આ જન્મમાં કરેલાં કેટલાંક કર્મનું ફળ આ જન્મમાં મળતું નથી. પરંતુ તેમનું ફળ તો કાર્યકારણના નિયમ અનુસાર મળવું જ જોઈએ. આથી પુનર્જન્મનો સ્વીકાર કરવો પડે છે. જગતમાં મનુષ્યો બુદ્ધિમાન-મંદબુદ્ધિ, ગરીબ-તવંગર, અલ્પાયુ-દીર્ધાયુ જણાય છે. કર્મને સ્વીકાર્યા વિના આવા ભેદનો ખુલાસો થઈ શક્તો નથી. આપણે ઘણીવાર જોઈએ છીએ કે સજ્જન માણસ સુકાર્ય કરવા છતાં આ જન્મમાં તેના ફળરૂપ સુખ પામતો નથી. તેથી, કોઈની કર્મસિદ્ધાન્તમાંથી શ્રદ્ધા ન ડગી જાય? બૌદ્ધ ધર્મ કહે છે કે કર્મોના બે પ્રકાર છે 1 ટકા છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ 113 - કેટલાંક આ જન્મમાં પોતાનાં ફળ આપે છે અને કેટલાંક પછીના જન્મમાં પોતાનાં ફળ આપે છે. કાયિક કર્મો, વાચિક કર્યો અને માનસ કર્મોમાં માનસ કર્મોનું જ અત્યંત મહત્ત્વ છે. આપણે જે કાર્ય કરીએ છીએ તે પણ કર્મ કહેવાય છે અને તેને પરિણામે જે સંસ્કાર યા વાસના ચિત્તમાં પડે છે તે પણ કર્મ કહેવાય છે. વાસનારૂપ કર્મ પુનર્જન્મનું કારણ છે. બૌદ્ધ ધર્મ અપરિવર્તનશીલ નિત્ય આત્માને માનતો ન હોવા છતાં કર્મ અને પુનર્જન્મને માને છે. તે અનુસાર જે ચિત્તસંતાનમાં કર્મ કરે છે તે ચિત્તસંતાન જ તેનું ફળ ભોગવે છે અને તેનો જ પુનર્જન્મ થાય છે. ઈશ્વરવાદી દર્શનોમાં જે સ્થાન ઈશ્વરનું છે તે સ્થાન બૌદ્ધ ધર્મના કર્મનું છે. પોતાના કર્મને અનુરૂપ સુખદુઃખ પ્રાણી ભોગવે છે. જે જેવું કરે છે તેવું પામે છે. કોઈ કોઈને સુખ કે દુઃખ દેતું નથી. આમ, કર્મસિદ્ધાન્ત દ્વેષનો નાશક છે અને પુરુષાર્થ તેમજ સ્વતંત્ર સંકલ્પશક્તિનો પોષક છે. કર્મનું ફળ ભોગવતી વખતે સમતા ધારણ કરવી કે વિક્ષિપ્ત થવું તે બાબતે ચિત્ત સ્વતંત્ર છે. શુભ સંકલ્પ કરવા કે અશુભ તે બાબતે પણ ચિત્ત સ્વતંત્ર છે. મનુષ્ય અત્યારે જેવો છે તેની સંપૂર્ણ જવાબદારી તેની પોતાની છે અને ભવિષ્યમાં તે જેવો થવા ઇચ્છે તે થવાનો સંપૂર્ણ આધાર પણ તેના ઉપર છે. નિર્વાણ : નિર્વાણનો અર્થ છે નિરોધ. સંપૂર્ણ દુઃખનિરોધ એ જ નિર્વાણ છે. શીલ, સમાધિ અને પ્રજ્ઞા દ્વારા નિર્વાણ પ્રાપ્ત થાય છે. નિર્વાણમાં ચિત્તના સઘળા મળો દૂર થઈ જાય છે, ચિત્ત અત્યંત શુદ્ધ બની પોતાના પ્રભાસ્વર સ્વભાવમાં પ્રતિષ્ઠિત થાય છે. ચિત્તમાં કોઈ પણ વૃત્તિ ઊઠતી નથી. ચિત્તની બધી જ વૃત્તિઓ શાન્ત થઈ જાય છે. તેને સુખદુઃખનું વદન હોતું નથી, કેવળ શાન્તિ હોય છે. ચિત્તમાં બાહ્ય વિષયનો કોઈ આકાર ઊઠતો નથી. તેમાં શબ્દયુક્ત જ્ઞાનાકાર પણ હોતો નથી. તે સંસ્કારોથી પણ મુક્ત થઈ જાય છે. ચિત્તની નિર્મળતા અને વૃત્તિરહિતતા જ નિર્વાણ છે. નિર્વાણમાં કેવળ શાંતિ છે. તેને સુખ ગણવું હોય તો ગણો. આવું ચિત્ત પુનર્જન્મ પામતું નથી. એકવાર ચિત્ત આવી અવસ્થાને પામે છે પછી તે તેમાંથી પ્રુત થતું નથી. આ અર્થમાં નિર્વાણને અય્યત અને નિત્ય ગણવામાં આવ્યું છે. નિર્વાણ અમૃત પદ છે, અજર છે, નિપ્રપંચ છે, શિવ છે, વિશુદ્ધિ છે અને ત્રાણ છે. 20 5. નૈતિક સિદ્ધાન્તો (શીલ) : ભિક્ષુના દસ શીલનો આપણે નિર્દેશ કરી ગયાં છીએ. તેમાંથી પાંચ શીલ ગૃહસ્થ પાળવાં જોઈએ. આ પાંચ શીલ છે: હિંસા ન કરવી, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, અસત્ય ન બોલવું અને માદક પદાર્થોનું સેવન ન કરવું. આ મુખ્ય સત્કર્મો છે. આ શીલો કેવળ નિષેધાત્મક નથી પરંતુ વિધેયાત્મક પણ છે. અહિંસાનો અર્થ હિંસા ન કરવી એટલો જ નથી પણ મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવનાનો વિકાસ કરી તેને અનુરૂપ આચરણ કરવું તે પણ છે. સર્વ જીવો પ્રત્યે સ્નેહ અને સુહૃદભાવ પ્રસારિત કરવો એ મૈત્રી છે. જીવોના ઉપર ઉપકાર કરવો, એમના સુખની કામના કરવી, દ્વેષ અને દ્રોહનો ત્યાગ કરવો તે મૈત્રીનાં લક્ષણો છે. મૈત્રીભાવના બરાબર જામતાં દ્વેષ શમી જાય છે. જીવોનું દુઃખ દેખી સત્યપુરુષોનું Page #125 -------------------------------------------------------------------------- ________________ 114 જગતના વિદ્યમાન ધર્મો હૃદય કંપી ઊઠે છે. આ કંપન કરુણા છે. કરૂણા જીવોનાં દુઃખોને દૂર કરવા પ્રવૃત્ત થાય છે. તે નિષ્ક્રિય હોતી નથી. કરૂણા પરદુઃખભંજની છે. બીજાને દુ:ખી દેખી સાધુપુરુષનું હૃદય દ્રવી ઊઠે છે અને પોતાના પ્રાણના ભોગે પણ બીજાનું દુઃખ દૂર કરવાની તેની તૈયારી હોય છે. બીજાની ઉન્નતિ દેખી હર્ષ થવો તે મુદિતા છે. મુદિતા ઈર્ષાને દૂર કરે છે. જેનું ચિત્ત મુદિતાથી પૂર્ણ હોય છે તેનામાં ઈર્ષા જાગવાનો સંભવ નથી. તેના ચિત્તમાં અલૌકિક સંતોષ હોય છે. મુદિતાભાવનાથી જન્મતો હર્ષ કોઈને દુઃખકર બનતો નથી. સર્વ જીવો પ્રત્યે સમભાવ તે ઉપેક્ષા છે. ઉપેક્ષાભાવનાથી ભરેલા ચિત્તને પ્રિય-અપ્રિય એવો ભેદ સ્પર્શતો નથી.અનુકૂળ અને પ્રતિકૂળ બંને પરિસ્થિતિમાં તે સમતા ધરાવે છે. 21 આ ચાર ભાવનાઓ સર્વ જીવો પ્રત્યે કેવો વ્યવહાર કરવો જોઈએ તે બતાવે છે. તેઓ એક તરફ વ્યક્તિને આધ્યાત્મિક આનંદ આપે છે તો બીજી તરફ સામાજિક હિતસુખ પણ સાધી આપે છે. તેઓ વ્યક્તિના કલ્યાણની સાથે સાથે સમાજના કલ્યાણની પણ પોષક છે. ચાર ભાવનાઓથી ચિત્તના મળો દૂર થતાં ચિત્ત શાન્ત અને સ્થિર બને છે. આ ચિત્તની શાન્તિ અને સ્થિરતાને જ સમાધિ કહેવામાં આવે છે. શાન્ત અને સ્થિર ચિત્તમાં જ વસ્તુઓનું યથાર્થ જ્ઞાન (પ્રજ્ઞા) પ્રગટે છે. મૈત્રી આદિ ભાવનાઓ અહિંસામાંથી જ ઉદ્ભવતી હોઈ, બૌદ્ધ નીતિધર્મમાં અહિંસાનું ઘણું મહત્ત્વનું સ્થાન છે. ખરી રીતે જોતાં ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, અસત્ય ન બોલવું અને માદક પદાર્થોનું સેવન ન કરવું એ ચાર શીલો અહિંસાનાં પોષક હોવાને લીધે જ મહત્ત્વનાં બને છે. આમ, બૌદ્ધ દૃષ્ટિએ પાંચ શીલોમાં અહિંસા જ મુખ્ય શીલ છે. બાકીનાં શીલો અહિંસાની શુદ્ધિ અને વૃદ્ધિ કરનારાં હોઈ, બુદ્ધ તેમના આચરણનો આગ્રહ સેવ્યો છે. આ પાંચ શીલો ઉપરાંત દાન આદિ સુકાર્યોનો ઉપદેશ પણ બુદ્ધે આપ્યો છે અને ગૃહસ્થોનાં અને ગૃહિણીનાં કર્તવ્યો વિશે પણ અત્યંત પ્રેરક વાતો કહી છે : એક સમયે સિગાલ નામના યુવાન ગૃહસ્થને બુદ્ધે કહ્યું, “હે સિગાલ! માબાપની પાંચ રીતે પૂજા કરવી જોઈએ. તેમનું કામ કરવું જોઈએ, તેમનું પોષણ કરવું જોઈએ, કૂળમાં પરંપરાથી ચાલ્યા આવેલાં સત્કર્મો કરવાનું ચાલુ રાખવું જોઈએ. તેમની સંપત્તિને યોગ્ય રીતે સાચવવી-વધારવી જોઈએ, તેમને નામે દાનધર્મ કરવાં જોઈએ. હે સિગાલ ! ગુરુની પણ પાંચ રીતે પૂજા કરવી જોઈએ. ગુરુ પાસે આવે તો ઊભા થઈ આદર આપવો જોઈએ, તે માંદા થાય તો તેમની સેવા કરવી જોઈએ, તે જે શીખવે તે શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવું જોઈએ તેમનું જે કામ હોવું તે કરી આપવું જોઈએ, તે જે વિદ્યા આપે તેને બરાબર ગ્રહણ કરવી-ધારણ કરવી જોઈએ.” એક વાર બુદ્ધે વિશાખાને સ્ત્રીનાં સાધારણ કર્તવ્યો વિશે જે ઉપદેશ આપેલો તે આ પ્રમાણે છે : “સ્ત્રીએ આદરપૂર્વક ઘરના વડીલોની સેવા કરવી જોઈએ, તેમને મીઠાં વચનો કહેવાં જોઈએ, તેમના ઊઠ્યા પહેલાં ઊઠવું જોઈએ અને તેમના સૂતા Page #126 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ 115 પછી સુવું જોઈએ. તેણે ઘરનાં વડીલો ઉપરાંત, પતિ જેમને આદર આપતો હોય તે સાધુજનોનો ઉચિત આદર કરવો જોઈએ. ઘરમાં રાખવામાં આવેલાં કપાસ, ઊન વગેરેનો યથોચિત ઉપયોગ કરવામાં તેણે નિપુણ બનવું જોઈએ. ઘરના સેવકો અને મજૂરોને જે કામ સોંપવામાં આવ્યું હોય તેને તેઓ સારી રીતે કરે છે કે નહિ તેણે નિરીક્ષણ કરવું જોઈએ અને તેમનાં ભોજનનું પણ ઉચિત ધ્યાન રાખવું જોઈએ. પતિ ઘરમાં જે અન્ન યા ધન લાવે તેને સંભાળીને તેણે રાખવું જોઈએ. તેમાંથી પોતાને માટે તેણે છૂપો ખર્ચ ન કરવો જોઈએ. તેણે બુદ્ધ, ધર્મ અને સંઘને શરણે જઈ ઉપાસિકા બનવું જોઈએ. તેણે પંચશીલનું પાલન કરવું જોઈએ અને કંજૂસાઈ છોડી છૂટે હાથે દાન કરવું જોઈએ.૨૨ એક વાર બુદ્ધ રાજા પ્રસેનજિતને મિતાહારના લાભો જણાવતાં કહ્યું, “જે મનુષ્ય મિત્તાહારી છે અને વધુ પડતું ખાતો નથી તેને રોગો થતા નથી. વહેલું ઘડપણ આવતું નથી અને પૂર્ણ આયુષ્ય ભોગવે છે.”૨૩ બીજા કોઈ વખતે બુદ્ધે પ્રસેનજિતને કહ્યું, “કંજૂર માણસના ધનની બૂરી દશા થાય છે. તે પોતે ભોગવી શકતો નથી કે પોતાનાં સગાવ્હાલાને ભોગવવા દેતો નથી. તે દાન કરી શકતો નથી. તેના ભેગા કરેલા પૈસાને છેવટે રાજ હરી લે છે, કે ચોર લૂંટી જાય છે, કે વિરોધી પડાવી લે છે, કે આગ વગેરેથી નાશ પામે છે. પરંતુ જે પોતાના ધનનો સદુપયોગ કરે છે, પોતાના સંબંધીઓને ધનની મદદ કરે છે, સુપાત્રને દાન આપે છે, લોકકલ્યાણના કામોમાં ખર્ચે છે, તેના ધનની આવી દશા થતી નતી. કંજૂસની અપકીર્તિ થાય છે. ઉદારનો યશ ગવાય છે.”૨૪ એક વાર બુદ્ધ રાહુલને કહ્યું, “હે રાહુલ! જે ખોટું બોલતાં લાજતો નથી, તેને કોઈ પણ ખરાબ કૃત્ય કરવામાં શરમ નહિ આવે માટે તે રાહુલ ! ગમ્મતમાં પણ હું ખોટું બોલીશ નહિ એવો તું નિશ્ચિય કર.”૨૫ બીજાં ભલે કુકર્મો કરે પરંતુ પોતે તો સત્કર્મો જ કરવાં જોઈએ એ વાત ઉપર ભાર મૂકતાં ભગવાને કહ્યું, “બીજા હિંસા વગેરે કુકર્મો કરે તો પણ અમે કુકર્મો નહિ કરીએ, બીજા અપ્રામાણિકપણે આજીવિકા રળે તો પણ અમે તો પ્રામાણિક રીતે જ આજીવિકા રળીશું, બીજા પ્રમાદ કરે તો પણ અમે તો અપ્રમાદી રહીશું, બીજા ચિત્તને વિક્ષિપ્ત થવા દે તોપણ અમે તો ચિત્તને વિક્ષિપ્ત ન થવા દેતાં શાંત રહીશું, બીજા ક્રોધ કરે તો પણ અમે ક્રોધ નહિ કરીએ, બીજા વેર લેશે તોપણ અમે વેર નહિ લઈએ, બીજા અનાદર કરશે તોપણ અમે તો આદર જ કરીશું, બીજા ઈર્ષ્યા કરશે તો પણ અમે ઈર્ષ્યા નહિ કરીએ, બીજા ઠગશે તોપણ અમે નહિ ઠગીએ, બીજા કઠોર બનશે તોપણ અમે કઠોર નહિ બનીએ - આમ કરીને જ ચિત્તમળો દૂર કરી શકાય છે અને એક વાર બુદ્ધ ગૃહસ્થોને કહ્યું, “હે ગૃહસ્થો ! દુરાચારી મનુષ્યને પાંચ-છ Page #127 -------------------------------------------------------------------------- ________________ 116 જગતના વિદ્યમાન ધર્મો રીતે નુકશાન થાય છે. દુરાચરણથી તેની સંપત્તિ નાશ પામે છે, તેની લોકોમાં અપકીર્તિ થાય છે, કોઈ પણ સભામાં તેનો પ્રભાવ પડતો નથી, તેના વચનમાંથી સામર્થ્ય ચાલ્યું જાય છે, મરણકાળે તેનું ચિત્ત શાંતિ અનુભવતું નથી, અને મરણ પછી તેની દુર્ગતિ થાય છે. પરંતુ હે ગૃહસ્થો ! જે સદાચારી છે તેને પાંચ-છ રીતે લાભ થાય છે. સદાચારથી સંપત્તિ વધે છે, લોકોમાં તેનો યશ ફેલાય છે. કોઈ પણ સભામાં તેનો પ્રભાવ પડે છે, તેની વાણીમાં બળ આવે છે, મરણકાળે તેનું ચિત્ત શાન્તિ અનુભવે છે અને મરણ પછી તેની સુગતિ થાય છે.”૨૭ એક વાર બુદ્ધે કહ્યું, “કોઈ માણસ કળણમાં ખૂંતી ગયો હોય તો તે બીજા માણસને કળણમાંથી બહાર કાઢી શકે નહિ પરંતુ જો તે પોતે કળણમાં ખૂતેલો ન હોય તો જ તે બીજાને કળણમાંથી બહાર કાઢી શકે છે. તેવી જ રીતે, જે માણસ પોતે અસંયમી હોય, અવિનયી હોય અને અશાન્ત હોય તે બીજાને સંયમી બનાવે, વિનયી બનાવે અને શાંત કરે એ અસંભવિત છે. જે પોતે સંયમી, વિનયી અને શાન્ત હોય તે જ બીજાને તેવા બનાવી શકે.”૨૮ 6. ભક્તિઃ બુદ્ધ પ્રત્યે તેમના પ્રત્યક્ષ શિષ્યો અને ઉપાસકોને આદરભાવ હતો. આ આદરભાવ અંધશ્રદ્ધારૂપ ન હતો પરંતુ બુદ્ધિપ્રેરિત હતો. સ્વયં બુદ્ધે પોતાની પરીક્ષા કરવા કહ્યું હતું. તેમણે કાલામોને આપેલો ઉપદેશ તો આપણે જાણીએ છીએ, આમ, તેમના પ્રત્યેની ભક્તિ સ્વપ્રયત્નથી દોષરહિત બનેલા મહામાનવ પ્રત્યેની હતી, કોઈ અલૌકિક વ્યક્તિ પ્રત્યેની ન હતી. વળી, બુદ્ધને શરણે જવાની વાતમાં બુદ્ધ પ્રત્યેની શ્રદ્ધાભક્તિનું એક વિમલ રૂપ જોવા મળે છે. બુદ્ધને શરણે જવાનો અર્થ ધર્મને શરણે જવાનો જ થતો હતો. બુદ્ધને શરણે જનારને એ ભાન હતું કે બુદ્ધ નિર્વાણનો માર્ગ દેખાડવા સિવાય બીજો કોઈ અનુગ્રહ કરવાના નથી છેવટે ધર્મનો સાક્ષાત્કાર દરેક પોતે કરવાનો છે. આમ, બુદ્ધનું શરણ એ અનુગ્રહ કરનાર ઈશ્વરનું શરણ ન હતું. બુદ્ધાનુસ્મૃતિ (= બુદ્ધનું ધ્યાન) પણ સાધનાનું અંગ હતી. તેને પણ એક રીતે બુદ્ધભક્તિના આવિર્ભાવનું એકરૂપ ગણી શકાય. અનુગ્રહની બુદ્ધિથી નહિ પરંતુ બુદ્ધના ધ્યાન દ્વારા ચિત્ત શુદ્ધ બનશે એવી બુદ્ધિથી જ સાધક બુદ્ધાનુસ્મૃતિ કરતો. દરેકને પોતાનાં કર્મ ભોગવવા પડે છે, એમાં બુદ્ધ કંઈ હસ્તક્ષેપ કરતા નથી એ માન્યતા વ્યાપક હતી. બુદ્ધ ધર્મને જ ગુરૂ ગણવાની સલાહ આપી હતી. બુદ્ધ ધર્મને જ પ્રાધાન્ય આપનાર હતા. વ્યક્તિને નહિ. આથી વ્યક્તિપૂજા કે વ્યક્તિભક્તિને તેમણે ખાસ અવકાશ આપ્યો ન હતો. બુદ્ધ પોતાની કાયાને ગંદી સમજતા હતા, એટલે તેઓ કદી ન ઈચ્છે કે પોતાની કાયાની મૂર્તિઓ થાય અને તેની પૂજા થાય. બુદ્ધે પોતાના શરીરની રાખ અને અસ્થિ ઉપર સ્તૂપો બનાવવાનું અને પોતાના જન્મસ્થાન વગેરે સ્થાનોની યાત્રા કરવાનું કહ્યું હોય તેમ લાગતું નથી. પરંતુ પરિનિર્વાણસુત્તમાં તેમણે આમ કહ્યું હોવાનું જણાવ્યું છે. સાચી વાત તો એ લાગે છે કે સામાન્ય ભાવુક માણસને કંઈક Page #128 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ 117 સ્થૂળ આલંબન જોઈએ જ છે એટલે સ્વયંભૂ રીતે જ બુદ્ધના નિર્વાણ પછી સૂપરચના અને તીર્થયાત્રાની પ્રવૃત્તિ ઉદ્ભવતી હશે. આમ ભક્તિની સામગ્રીમાં મહત્ત્વનો ઉમેરો થયો. વળી, વખત જતાં બુદ્ધના જીવનચરિતમાં ચમત્કારની અનેક વાતો જોડાઈ અને બુદ્ધના પૂર્વજન્મોની કથાઓ (જાતકકથાઓ) લખાઈ. તેમણે બુદ્ધિભક્તિમાં ઉમેરો કર્યો. જાતકોની કથાઓ શિલ્પમાં કંડારવાનું શરૂ થયું. પરંતુ બુદ્ધની મૂર્તિ બની નહિ. બુદ્ધની મૂર્તિની નહિ પરંતુ અમુક પ્રતીકો-ધર્મચક્ર, બોધિવૃક્ષ, સૂપ, ઉષ્ણીષ, ભિક્ષાપાત્ર વગેરેની પૂજા અસ્તિત્વમાં આવી. 29 આમ, બુદ્ધશરણ, બુદ્ધાનુસ્મૃતિ, તીર્થયાત્રા, સૂપનિર્માણ, ચમત્કારો, પ્રતીકપૂજા અને જાતકોએ પ્રાચીન બૌદ્ધ ધર્મમાં એક પ્રકારની ભક્તિને આકાર આપ્યો. આ બધું છતાં બુદ્ધ એક માનવ હતા એ વાત ભૂલવામાં ન આવી. બુદ્ધ કોઈ અલૌકિક વ્યક્તિ ન હતા. પરંતુ વખત જતાં એક મહાન પરિવર્તન થયું. બુદ્ધને માનવ મિટાવી અલૌકિક બનાવી દેવાયા. તેમનો જન્મ વગર બધું અલૌકિક ગણાવા લાગ્યું. તેમની માતા કુંવારી મનાઈ. તેમનું શરીર રોગ વગેરે દોષોથી મુક્ત મનાયું.એવું પણ મનાયું કે બુદ્ધે જન્મ લધો જ નથી, તે તો સદાકાળ દિવ્યલોકમાં જ છે. તેમણે કેવળ પોતાની માયિક પ્રતિકૃતિ જ આ જગતમાં મોકલી હતી અને આ માયિક પ્રતિકૃતિએ જ ઉપદેશ આપ્યો હતો. ખરા બુદ્ધ કદી નિર્વાણ પામતા જ નથી પરંતુ સદાય વિવિધ ઉપાયો યોજી લોકોના ઉદ્ધાર કરે છે. ભક્તિને માટે અત્યંત આવશ્યક વસ્તુ અલૌકિક ઈષ્ટદેવ છે. બુદ્ધ અલૌકિક બની ગયા હતા. વળી, બુદ્ધના દેહને નિર્દોષ માનતાં બુદ્ધની મૂર્તિના અવિષ્કારનો માર્ગ મોકળો બન્યો અને વખત જતાં બુદ્ધમૂર્તિ બની. બુદ્ધને અલૌકિક માનતાં જ બુદ્ધકૃપાની માન્યતા દાખલ થઈ. બુદ્ધની કરુણા હવે કર્મસિદ્ધાંતને પણ ગણકારતી નથી. હવે બુદ્ધનો કેવળ જાપ કરનારને યા બુદ્ધનું સ્મરણ કરનારને બુદ્ધ પોતે તારે છે. બુદ્ધ તારણહાર બની ગયા. ધર્મમાર્ગ ચીંધવામાં જ કરુણાનું પર્યવસાન નથી. કરુણાનું કામ તો દુઃખીઓનાં દુઃખો દૂર કરવાનું અને પાપીઓનાં પાપો હરવાનું છે. બુદ્ધ ત્રાતાની જેમ કહે છે, “હું જગતનો પિતા છું, મારા દ્વારા જ બધું પ્રવૃત્ત થયું છે, મારામાં મન લગાવો, મારે શરણે આવો, મારું નામ જપો, મને પ્રણામ કરો, હું તમને મુક્તિ દઈશ.” બુદ્ધે પોતાના ભક્તો અને શરણાગતોના યોગક્ષેમનો ભાર લઈ લીધો. પોતાની મેળે સ્વપ્રયત્નથી વિમુક્તિ પ્રાપ્ત કરવાનો જે ધર્મ હતો તે હવે રહ્યો નહિ “બુદ્ધની કરુણાની પ્રાર્થના જેટલી વધારે થાય તેટલી કરવી જોઈએ. આપણે એમની સહાયથી, એમની શક્તિથી જ લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણી પોતાની શક્તિથી આપણે લક્ષ્યને પ્રાપ્ત કરવા અસમર્થ છીએ - આપણે ભલેને ગમે તેટલા પ્રયત્ન કરીએ' - આવો ઉપદેશ થવા લાગ્યો. આમ હવે ભક્તિભાવનામાં માનવીય પુરુષાર્થ ઉપર ભાગવતી કૃપાની, બુદ્ધની કરુણાની સ્થાપના થઈ. સામાન્ય જનોને કઠોર સાધનાનો માર્ગ આકર્ષક નથી લાગતો. તેમને તો આત્મસમર્પણ કરી Page #129 -------------------------------------------------------------------------- ________________ 118 જગતના વિદ્યમાન ધર્મો યા કોઈકને શરણે જઈ દુઃખમુક્ત થવાનું વધુ ફાવે છે. તેમને કેવળ માર્ગ દેખાડનાર જોઈતો નથી પરંતુ તેડીને ધ્યેય પહોંચાડનાર જોઈએ છે. - જેમ વાદળઘેર્યા આકાશમાં રાત્રિએ ક્ષણમાત્ર માટે વિદ્યુતપ્રકાશથી વસ્તુનું જ્ઞાન થાય છે, તેમ આ અંધકારમય જગતમાં બુદ્ધકૃપાથી જ ક્ષણમાત્ર માટે માનવચિત્ત શુભ કર્મોમાં પ્રવૃત્ત થાય છે. આ શુભ ચિત્ત જ બોધિચિત્ત કહેવાય છે. પોતાના તેજથી તે ઘોરતમ પાપનો નાશ કરે છે. એના દ્વારા ભવસાગર તરી શકાય છે. બોધિચિત્તની ઉત્પત્તિ માટે અષ્ટાંગ અનુત્તર પૂજા કરવી જોઈએ. આ પૂજાનાં આઠ અંગો છે - વંદના, પૂજના, શરણગમન, પાપદેશના, પુણ્યાનુમોદન, બુદ્ધાળેષણા, યાચના અને બોધિપરિણામના. આ આઠ અંગોમાં બૌદ્ધ ભક્તિની વિશદ અભિવ્યક્તિનાં દર્શન થાય છે. 1-2. વંદના-પૂજનાઃ બોધિચિત્તની ઉત્પત્તિ માટે બુદ્ધ, ધર્મ અને બોધિસત્ત્વની વંદના તેમજ પૂજા આવશ્યક છે. આ મનોમય પૂજા છે. મનોમય પૂજા શા માટે એ સમજાવવા કહ્યું છે : “મેં પુણ્ય કર્યું નથી, હું મહા દરિદ્ર છું. એટલે મારી પાસે પૂજાની સામગ્રી નથી. ભગવાન મહાકાણિક છે. હું પોતે ગરીબ હોવાને કારણે જગતમાં જેટલાં પુષ્પ, ફળ વગેરે છે એ બધાંને બુદ્ધ બોધિસત્ત્વને મનથી અર્પણ કરૂ છું.” એને પરમ દક્ષિણા કહેવામાં આવે છે. પરંતુ બીજી જ ક્ષણે ભક્તને ભાન થાય છે કે આ બધું મારું નથી, હું તો દરિદ્ર છું. જોકે પોતે દરિદ્ર છે છતાં પોતાની જાત એની સંપત્તિ છે, એના ઉપર એનું સ્વામિત્વ છે, એટલે બુદ્ધને ચરણે તે પોતાની જાત અર્પે છે અને ભક્તિભાવથી પ્રેરાઈને તે બુદ્ધનું દાસત્વ સ્વીકારે છે. ભગવાન બુદ્ધ જેવા પોતાના નાથ છે એ ભાવ જાગતાં એ નિર્ભય બની જાય છે. એ પ્રતિજ્ઞા કરે છે કે હું પ્રાણીમાત્રનું કલ્યાણ કરીશ, પહેલાં કરેલાં પાપોમાંથી પાછો હઠીશ અને ફરી પાપ નહિ કરું. મનોમય પૂજા પછી ભક્ત બુદ્ધ, ધર્મ, બોધિસત્ત્વ ચૈત્ય વગેરેની વિશેષ પૂજા કરે છે. મનોરમ સ્નાનગૃહમાં રત્નમય કુંભોથી સુગંધિત જળ વડે, ગીતવાદ્ય સાથે બુદ્ધ તથા બોધિસત્ત્વને તે સ્નાન કરાવે છે. સ્નાન કરાવ્યા પછી નિર્મળ વસ્ત્ર વડે શરીર લુછે છે, પછી સુરક્ત અને સુવાસિત ઉત્તમ ચીવરનું પ્રદાન કરે છે, દિવ્ય અલંકારો પહેરાવે છે, સુગંધિત દ્રવ્યોથી વિલેપન કરે છે, માળાઓ પહેરાવે છે અને ધૂપ-દીપનૈિવેદ્ય અર્પણ કરે છે. 3. શરણગમન પછી ભક્ત બુદ્ધ ધર્મ અને બોધિસત્ત્વને શરણે જાય છે. તમારે શરણે આવ્યો છું.” એ પ્રકારની અનુભૂતિ તેને પ્રત્યેક ક્ષણે હોય છે. 5. પાપદેશનાઃ શરણગમન પછી ભક્ત પોતાનાં સઘળાં પાપકર્મોની કબૂલાત કરે છે. પાપવિમુક્તિને માટે એની વ્યાકુળતા ઉત્કટ બને છે. મારા જેવો “કુટિલ, ખલ, કામી” બીજો કોઈ નથી એવી ભાવના એનામાં જાગે છે. પહેલાં કરેલાં પાપને ધોવા તે પ્રાયશ્ચિત કરે છે અને ભવિષ્યમાં પાપ ન કરવાનો દઢ સંકલ્પ કરે છે અને પોતાનો સંકલ્પ સફળ બને તે માટે બુદ્ધ-બોધિસત્ત્વની સહાય ઈચ્છે છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ 119 પ. પુણ્યાનુમોદના : પાપદેશના પછી સાધક બીજા જીવોનાં શુભ કર્મો યાદ કરીને યા દેખીને પ્રસન્નતા અનુભવે છે, તેમનું અનુમોદન કરે છે, તેમની પ્રશંસા કરે છે. બધા જીવો બધાં જ દુઃખોથી સર્વથા છૂટકારો પામે એ ભાવનાનું પણ તે અનુમોદન કરે છે. 6. બુદ્ધાગ્યેષણા : પુણ્યાનુમોદન પછી સાધક હાથ જોડી બુદ્ધને પ્રાર્થના કરે છે કે અજ્ઞાનાન્ધકારથી આવૃત્ત જીવોના ઉદ્ધાર માટે ભગવાન તેમના પૂર્ણ જ્ઞાનથી માર્ગને પ્રકાશિત કરે. 7. બુદ્ધયાચના પછી તે બુદ્ધ પાસે યાચના કરે છે કે તેઓ નિર્વાણમાં પ્રવેશ ન કરે, કારણ કે જો તેઓ નિર્વાણમાં પ્રવેશ કરશે તો જીવોને દુઃખ મુક્તિના માર્ગનું જ્ઞાન કોણ આપશે ? 8. બોધિપરિણામના : છેવટે ભક્ત પ્રાર્થના કરે છે કે આ અનુત્તર પૂજા કરવાથી જે પૂણ્ય હું કમાયો હોઉં એના દ્વારા હું સમસ્ત પ્રાણીઓનાં સર્વ દુઃખોનું પ્રશમન કરવા સમર્થ થાઉં અને એમને સમ્યફ જ્ઞાનની પ્રાપ્તિ કરાવું. આથી પ્રાર્થના જ બોધિપરિણામના છે. આ વખતે ભક્તનું ચિત્ત દુ:ખીઓનાં દુ:ખો દૂર કરવાની ઉત્કટ ભાવનાથી વ્યાપ્ત બને છે. તે દુઃખીઓ સાથે એકાત્મભાવ અનુભવે છે. પરિણામે ભક્તનો અહંભાવ ગળી જાય છે, સ્વદુઃખ-પરદુઃખનો ભેદ રહેતો નથી, દુઃખમાત્રને દૂર કરવાની ઉત્કટતા વધે છે, સ્વદુઃખમુક્તિ તેને ખપતી નથી, તેને તો બધાં પ્રાણીઓ અહત અને બોધિસત્ત્વઃ પૂર્ણ જ્ઞાનની (બોધિની) પ્રાપ્તિ કર્યા પછી શરીર પડે નહિ ત્યાં સુધી લોકોને દુઃખમુક્તિના માર્ગનો જ ઉપદેશ આપે તે બુદ્ધ, પૂર્ણ જ્ઞાનની પ્રાપ્ત થયા પછી ઉપદેશ કર્યા વિના જે નિર્વાણ પામે તે અહત. બુદ્ધ લોકલ્યાણાર્થે ઉપદેશ આપે છે, પરંતુ તે શરીર પડે નહિ ત્યાં સુધી જ અહંત લોકકલ્યાણાર્થે ઉપદેશ આપતા નથી, પોતાની મુક્તિ જ તેમનું અંતિમ ધ્યેય છે. પ્રાચીન બૌદ્ધ ધર્મમાં બોધિપ્રાપ્તિ પહેલાંની બુદ્ધની અવસ્થા બોધિસત્ત્વાવસ્થા ગણાતી, પરંતુ ઉત્તરકાળે બોધિપ્રાપ્તિ પછી તેના ફળરૂપ પોતાને મળેલા નિર્વાણનો સ્વીકાર કર્યા વિના જીવોના કલ્યાણાર્થે સંસારમાં રહેવાનું જ પસંદ કરે છે તે બોધિસત્ત્વ છે. આ કારણે બોધિસત્ત્વની પ્રતિષ્ઠા બુદ્ધ કરતાં વિશેષ થઈ અને લોકોની ભક્તિનો વિષય પણ મોટે ભાગે બોધિસત્ત્વ જ બની ગયા. બુદ્ધ તો બોધિના ફળ નિર્વાણનો સ્વીકાર કરે છે જ્યારે બોધિસત્ત્વ તેનો સ્વીકાર ન કરતાં સંસારમાં જ, લોકોના કલ્યાણ માટે, રહેવાનું સ્વીકારે છે. બોધિસત્ત્વની લોકકલ્યાણમયી ભાવના ઉત્કૃષ્ટ છે. “મારું એવું કોઈ પુણ્ય ન હો જે બીજાં પ્રાણીઓને ઉપકારક ન બને' - આવી તેની ભાવના હોય છે. પોતાના સમગ્ર અસ્તિત્વને પરાર્થ સાધવામાં જ તે લગાવી દે છે. જ્યાં સુધી વિશ્વનાં બધાં પ્રાણીઓ દુઃખમુક્તિ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી મારે મુક્તિ ન જોઈએ એવી તેની પ્રતિજ્ઞા Page #131 -------------------------------------------------------------------------- ________________ 12) જગતના વિદ્યમાન ધર્મો હોય છે. પ્રાણીઓની વિમુક્તિ વખતે આનંદનો જે સાગર ઊમટે છે તે જ પર્યાપ્ત છે, રસહીન વ્યક્તિગત મુક્તિને લઈ શું કરું?” સેવા દ્વારા બીજાઓના દુઃખ દૂર કરવાનો આનંદ નિર્વાણના આનંદથી વધુ શ્રેષ્ઠ છે. બોધિસત્ત્વો દલિત, પીડિત, વિપત્તિગ્રસ્ત ભયાકુલ અને શોકસંતપ્ત જનતાનો ઉદ્ધાર કરવા કૃતનિશ્ચયી પૂર્ણપુરુષો છે. ભારતીય ધર્મસાધનામાં સૌપ્રથમ બૌદ્ધ ધર્મે જ તથાગતની આરાધના અને લોકસેવા એક જ છે એમ કહી ભક્તિને લોકસેવા સાથે એકરાર કર દીધી છે. ભિક્ષુધર્મ સાથે સેવાકાર્યને જોડીને બૌદ્ધ ધર્મ ક્રાંતિકારી વિચાર-આચારને જન્મ આપ્યો છે. બૌદ્ધ ભિક્ષુઓ નિષ્ક્રિય જીવન ન વિતાવતાં લોક સેવાનાં કાર્યોમાં ભાગ લઈ દુઃખી જનતાનાં કષ્ટોને દૂર કરવામાં પોતાની પ્રવજ્યાના નિયમોની હાનિ સમજતા નથી એના મૂળમાં બોધિસત્ત્વનો આદર્શ છે. 7. વૈરાગ્યભાવનાઃ આપણે જોઈ ગયાં કે તૃષ્ણા જ સર્વ દુઃખનું મૂળ છે. તૃષ્ણા એ જ આસક્તિ યા રાગ છે રાગમાંથી મુક્તિ એ જ વૈરાગ્ય. આપણને સુંદર રૂપ જોવું ગમે છે, ખરાબ રૂપ જોવું ગમતું નથી. આપણને મિષ્ટાન ખાવું ગમે છે, કડવી દવા પીવી ગમતી નથી. ગમતી વસ્તુ પ્રત્યે રાગ બંધાય છે. રાગને કારણે ગમતી વસ્તુ મેળવવા આપણે ન કરવાનું કરીએ છીએ."આપત્તિઓ વહોરીએ છીએ, વિવેકબુદ્ધિ ગુમાવીએ છીએ અને હલકા પડીએ છીએ. આથી ગમતી વસ્તુઓ પ્રત્યેનો રાગ છોડવો જોઈએ. તે રાગ છૂટે એટલા માટે તે વસ્તુઓના દોષો વિચારવા જોઈએ. તે આ પ્રમાણે - “ગમતું રૂપ, ગમતા શબ્દો, ગમતી સુગંધ, ગમતો રસ અને ગમતો સ્પર્શ પામવા માણસ ધન કમાવા પાછળ પડે છે, ધન મેળવવા અનેક કષ્ટો વેઠે છે, અપમાનો સહન કરે છે અને પાર વિનાની ખટપટ કરે છે. આમ છતાં પણ જો ધન યા મનગમતી વસ્તુઓ ન મળે તો તે શોક પામે છે, ચિંતાથી મૂઢ બને છે. અને જો ધન યા મનગમતી વસ્તુઓ મળી જાય છે તો તેમને કોઈ પડાવી ન જાય, તેમનો વિયોગ ન થાય એને માટે તે ચિંતા કર્યા કરે છે. વળી, મનગમતી વસ્તુઓ મેળવવા ચોરી, લૂંટ, છેતરપિંડી વગેરે કરવામાં પણ તે પાછો પડતો નથી. પરિણામે તેને રાજ્યની શિક્ષાનો ભોગ બનવું પડે છે તેમજ લોકોમાં તેની પ્રતિષ્ઠા રહેતી નથી. ઉપરાંત, જગતની ચીજો નાશવંત છે. એટલે ગમતી વસ્તુઓ નાશ પામતા ચિત્ત ખિન્ન બની જાય છે. રાગી મનુષ્યને ચિત્તની શાન્તિ રહેતી નથી. તેનું જીવન ઝાંઝવાનાં જળની પાછળ દોડતા મૃગલાના જીવન જેવું વ્યર્થ જાય છે. મનુષ્યને સૌથી વધુ રાગ પોતાના શરીર પ્રત્યે હોય છે. તે રાગને દૂર કરવાના ઉપાય તરીકે બૌદ્ધ ધર્મ કાયમતાનુસ્મૃતિ ગણાવી છે. કાયા કેવા કેવા ગંદા પદાર્થોથી ભરપૂર છે તેમજ તેની કેવી કેવી દુર્દશાઓ થાય છે તેનું સતત ચિંતન એ જ કાયગતાનુસ્મૃતિ છે. મનુષ્ય વિચારે છે કે રોગો શરીરને પરેશાન કરે છે, ઘડપણ તેને ખોખલું કરે છે અને મૃત્યુ તેનો નાશ કરે છે. આ પ્રકારે શરીરના દોષો ચિંતવવાથી પોતાના તેમજ પારકાના Page #132 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ 121 શરીર પ્રત્યેના રાગ દૂર થાય છે, અત્યંત સુંદર રૂપ પણ આપણને મોહ પમાડી શકતું નથી અને પરિણામે ચિત્ત કામવિકારોથી અલિપ્ત રહે છે. વૈરાગ્યનું પરિણામ છે ત્યાગ. જેમ જેમ વૈરાગ્ય વધે તેમ તેમ ત્યાગ વધે. ઉપાસકમાં અમુક હદ સુધી જ વૈરાગ્ય સંભવે છે અને તેથી પણ ઘરબાર, જાતિ, સંબંધો, ભોગની ચીજો વગેરેનો ત્યાગ નથી કર્યો હતો. પરંતુ તે દાન કરે છે, કુટિલ રીતે ધનસંપત્તિ મેળવતો નથી, સદાચાર માટે જરૂરી ત્યાગ તે કરે છે. આઠમ, ચૌદશ અને પૂનમના દિવસે તે ગૃહત્યાગી ભિક્ષુ જેવું જીવન જીવે છે. આને ઉપોસથ કહે છે. ભિક્ષુમાં જ સંપૂર્ણ વૈરાગ્ય સંભવે છે. તે ઘરબાર, જાતિ, સંબંધો, ભોગની ચીજો વગેરેનો ત્યાગ કરે છે. સંપૂર્ણ વૈરાગી સંપૂર્ણ ત્યાગી છે અને જે ખરેખર આવો છે તે હંમેશાં-અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પ્રસન્નચિત્ત રહે છે તેને કોઈ પ્રતિ રાગ નથી, તેથી જ તેને કોઈ પ્રતિ દ્વેષ નથી. તે તો સૌનું કલ્યાણ વાંછે છે, ભિક્ષુ બન્યા વિના સંપૂર્ણ વૈરાગ્ય, સંપૂર્ણ ત્યાગ શક્ય ન હોઈ ભગવાન બુદ્ધ અત્યન્ત દુ:ખમુક્તિની પૂર્ણ સાધના માટે પ્રવજ્યા લઈ ભિક્ષુ બનવું જરૂરી માન્યું છે. 8. ઉપસંહાર : બૌદ્ધ ધર્મમાં એવાં વિશિષ્ટ લક્ષણો છે જેને પરિણામે તે અનેક દેશના અને અનેક કાળના લોકોને આકર્ષી શક્યો છે. પ્રથમ તો બુદ્ધ બુદ્ધિની પ્રતિષ્ઠા કરી. તેમણે કોઈ વ્યક્તિને શરણે નહિ પણ યુક્તિને (તર્કને) શરણે, ધર્મને શરણે અને પોતાની જાતને શરણે જવાનું લોકોને કહ્યું, તેમણે ધર્મ અને ગુરૂની બરાબર પરીક્ષા કરવાનો લોકોને ઉપદેશ આપ્યો. આને કારણે બુદ્ધિપ્રધાન અને “નાસ્તિક લોકોને પણ બૌદ્ધધર્મમાં આશ્વાસન અને શાન્તિ મળે છે. બીજું, બૌદ્ધ ધર્મે મનુષ્ય મનુષ્યના ભેદ ભૂંસી નાખ્યા છે અને મનુષ્યમાત્રની સમાનતા પ્રસ્થાપિત કરી છે. તેણે સ્ત્રી-પુરુષની સમાનતાનો ઉદ્ઘોષ કર્યો છે. સ્ત્રીઓને પણ સંપૂર્ણ આધ્યાત્મિક સાધનાનો અધિકાર બક્ષી સંઘપ્રવેશ કરાવ્યો છે. ત્રીજું, બુદ્ધ શીલ અને સદાચાર ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે. પરિણામે, તેમના ઉપદેશમાં વ્યાપકતા અને સર્વગ્રાહ્યતા છે. તેમને મન દુઃખમુક્તિ માટે જે જરૂરી ના હોય તેમાં પડવું વ્યર્થ છે. સદાચાર દુ:ખમુક્તિનો ઉપાય છે. પરંતુ વાદવિવાદ દુઃખમુક્તિનો ઉપાય નથી, તેથી તેમણે વિવાદોમાં પડવા કરતાં મૌન રહેવું જ પસંદ કર્યું હતું. ચોથું બૌદ્ધ ધર્મની શિરમોરસમી વિશેષતા તેનો મધ્યમ માર્ગ છે. તે આત્યંતિક દેહદમન અને ભોગવિલાસ બંનેને છોડી વચલો માર્ગ કાઢે છે. નથી શરીરને કષ્ટ આપવાથી ચિત્ત શાન્ત થતું કે નથી ભોગવિલાસમાં રચ્યાપચ્યા રહેવાથી ચિત્ત શાન્ત થતું. પરંતુ શરીરમાં મોહ રાખ્યા વિના તેને જરૂરી પોષણ આપી ચિત્તને શાન્ત કરવા ધ્યાનમાર્ગની સાધના કરવાથી જ ચિત્ત શાન્ત થાય છે. ધ્યાનમાર્ગ યા સમાધિમાર્ગ ચિત્તશાન્તિનો ઉપાય છે. ધ્યાનમાર્ગની પૂર્વશરત સદાચાર, શીલ છે જે શીલસંપન્ન છે તે જ ધ્યાનમાર્ગનો અધિકારી છે. તેથી જ શીલ પછી ચઢતા ક્રમમાં સમાધિને ગણાવવામાં આવી છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ 122 જગતના વિદ્યમાન ધર્મો વર્તમાન યુગમાં માણસ માનસિક તાણ અને ચિત્તની અશાંતિ અનુભવી રહ્યો હોઈ યોગ અને સમાધિ તરફ તે આકર્ષાયો છે. સમાધિમાર્ગનું ખેડાણ બૌદ્ધ ધર્મમાં વિશાળ બૌદ્ધ ધર્મમાં મૈત્રી અને કરુણાની જેવી વ્યાપકતા જોવા મળે છે તેવી બીજે ભાગ્યે જ જોવા મળે છે. આથી દબાયેલી, કચડાયેલી, પીડિત જનતાને બૌદ્ધ ધર્મમાં પોતાના ઉદ્ધારકનાં દર્શન થાય છે. આમ, બુદ્ધિવાદ, સમાનતા, વિચારસ્વાતંત્ર્ય, સદાચારની મહત્તા, સમાધિની પ્રતિષ્ઠા, મૈત્રી-કરુણાની વ્યાપકતા આ બધાં લક્ષણો બૌદ્ધ ધર્મની વિશેષતાનાં સૂચક છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ 123 સંદર્ભસૂચિ 1. महासच्चकसुत्त, म.नि. 2. तिकनिपात, अं. नि. अरियपरियेसनसुत्त, म. नि. महासच्चकसुत्त, म. नि. 5. धम्मचक्कखत्तनसुत्त, सं.नि. वासेट्ठसुत्त, म.नि. चूलमालुंक्यपुत्तसुत्त, म. नि. चूलविहूयसुत्त, सु.नि. वत्थूपमसुत्त, म.नि. 10. आचार्य नरेन्द्र देव बौद्ध-धर्म-दर्शन, पृ.१८ 11. धम्मचक्कखत्तनसुत्त, सं.नि. 12. मांगदियसुत्त, म.नि. 13. बहुधातुकसुत्तन्त, म.नि.. 14. निदानसंयुत्त, सं.नि. 15. Nagin J. Shah, Akalanka's Critiasm of Dharma -Kirti's Philosopy, P-3 16. सब्बासवसुत्त, म. नि. 17. प्रमाणवार्तिक, 1. 210 18. पाथिकसुत्त, दी. नि. 18. चूलकम्म बिभंगसुत्त, म. नि. 20. आचार्य नरेन्द्रदेव, बौद्ध-धर्म-दर्शन, पृ.२७८-3०८ 21. चतुक्कनिपात, दसकनिपात, मेंतसुत्त 22. चतुक्कनिपात, अं.नि. 23. कोसलसंयुत्त, सं.नि. Page #135 -------------------------------------------------------------------------- ________________ 124 જગતના વિદ્યમાન ધર્મો 24. कोसलसंयुत्त, संयुत्तनिकाय, सं. नि. 25. अंबलट्ठिकराहुलोववादसुत्त, म. नि. 26. सल्लेखसुत्त, म. नि. 27. महापरिनिब्बानसुत्त, दी. नि. 28. सल्लेखसुत्त, म. नि. 28. गोविन्दचन्द्र पाण्डेय, बौद्ध धर्म के विकासका इतिहास, पृ.३१६-3१८ 30. आचार्य नरेन्द्रदेव, बौद्ध-धर्म-दर्शन, पृ.१७८-२१८ 31. भरतसिंह उपाध्याय, बौद्ध धर्म तथा अन्य भारतीय दर्शन, भाग-१ पृ.६११-६१८ उ२. विसुद्धिमग्ग, परिच्छेद, 7-8 Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૮ શીખ ધર્મ - ઉપેન્દ્રરાય સાંડેસરા 1. ઉદ્ધવ અને વિકાસ ? ભારતમાં, ખાસ કરીને પંજાબમાં મુસ્લિમ અમલનો દોર બરાબર જામી ગયો હતો. જેમનામાં ધાર્મિકતાનો રજમાત્ર અંશ નહોતો એવા ક્રૂર શાસકો પ્રજા ઉપર ત્રાસ અને દમનનો કોરડો વીંઝતા હતા. પ્રજાહૃદય ભયભીત બન્યું હતું. પરિણામે એની આત્મશ્રદ્ધા ક્ષીણ બની હતી. સંગઠન અને સંરક્ષણની શક્તિ હતપ્રાય બની હતી. હિન્દુ હોવું એનો અર્થ રાજકીય ગુલામી વહોરી લેવી એવો થતો હતો. ઉત્સવો અને વરઘોડા ઉપર પ્રતિબંધ હતો. નવાં મંદિર બંધાવવા પર કે જૂનાં સમરાવવા પર પ્રતિબંધ હતો. આજે જે ઔદાર્ય સ્વાભાવિક લાગે છે તે સર્વધર્મસમન્વયની કે સર્વધર્મસમભાવની વાત કરવી એ શિરચ્છેદની સજાને પાત્ર ગુનો હતો. પરિણામે સંખ્યાબંધ હિન્દુઓને ફરજિયાત ધર્મપરિવર્તન કરવું પડતું હતું. થોડીઘણી વિદ્યા બ્રાહ્મણોમાં ટકી રહી હતી. બીજા વર્ગો તો અજ્ઞાન, વહેમ અને દારિદ્રમાં સબડતા હતા. સ્ત્રીઓનો દરજ્જો એકદમ નીચો પડી ગયો હતો. મોટા ભાગની પ્રજા હતાશ અને નિષ્ક્રિય હતી. ભક્તિ અને શ્રદ્ધાને નામે નામર્દાઈ પ્રસરતા હતાં. કઠોર કરવેરા અને ક્રૂર વર્તાવના કારણે સામાન્ય હિન્દુનું જીવન અસહ્ય હતું. મુસ્લિમોનું જીવન પણ હિન્દુઓ કરતાં જરાક સારું, પણ એકંદરે ઘણું દુઃખી હતું. શાસકો લાંચિયા અને ધાર્મિકતાવિહોણા હતા. મુસ્લિમ સ્ત્રીઓની હાલત બૂરી હતી. કેટલાંક મુસલમાન કુટુંબોમાં સતી થવાની પ્રથા હતી. નાની બાળકીઓની હત્યા કરવાનો કુરિવાજ પણ હતો. મુસલમાન શાસકો આપસઆપસમાં લડતા હતા.' ગુરુ નાનકે એ જમાનાનું વર્ણન કર્યું છે : “કલિયુગ છરા જેવો છે, રાજાઓ કસાઈ જેવા છે અને ધર્મ તો પાંખ કરીને ઊડી ગયો છે! જૂઠરૂપી અમાસ છવાઈ છે અને સત્યરૂપી ચંદ્ર તો દેખાતો જ નથી, ખબર નહિ ક્યાં ઊગ્યો હશે!... આવા અંધકારયુગમાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવનો જન્મ થયો હતો. ગુરુ નાનકે સમભાવથી હિન્દુ-મુસ્લિમ સમગ્ર પ્રજાને સન્માર્ગે દોરી. એમણે પ્રેમ અને નિર્ભયતાથી ઉપદેશ્ય કે પરમાત્માની દૃષ્ટિમાં મનુષ્યમાત્ર સમાન છે. પરમાત્મા સૌનો સર્જનહાર Page #137 -------------------------------------------------------------------------- ________________ 126 જગતના વિદ્યમાન ધર્મો છે, એટલે સૌએ ભાઈચારાથી રહેવું જોઈએ. આને લીધે, “ગુરુ નાનક શાહ ફકીર, હિન્દુકા ગુરુ મુસલમાનકા પીર'ની સાથોસાથ કહેવત ચાલી કે “બાબા નાનક સબકા સાંઝા-બાબા નાનક સૌના સખા.” ગુરુ નાનકનો સમન્વયકારી અને સર્વમિત્ર થવાનું પ્રબોધતો સદુપદેશ એમની પછીના ગુરુઓએ પ્રજામાં ફેલાવ્યો. પાંચમા ગુરુ અર્જુનદેવની શહીદી પછી એ હુતાત્માઓનો નિર્ભય-નિર્વેર પંથ બન્યો અને દસમા ગુરુ ગોવિંદસિંહે સ્થાપેલા ધર્મસંસ્થાપક દુષ્ટદમન ખાલસા પંથમાં એના વિકાસની પરાકાષ્ઠા આવી. આને કારણે શીખોનો એક સુસંગઠિત સમાજ બન્યો. એ સમાજના હૃદયમાં એવો અટલ વિશ્વાસ જન્મ્યો કે એમના સાર્વજનિક સંમેલનમાં-સંગતમાં, પરમાત્મા સદા ઉપસ્થિત રહેશે અને જ્યાં જ્યાં પાંચ શીખ પણ એકઠા થયા હશે ત્યાં ગુરુ હશે જ. આ દઢ શ્રદ્ધા શીખ ધર્મનો પ્રાણ બની રહી. “સિફખ' શબ્દ સંસ્કૃત “શિષ્ય' ઉપરથી ઉતરી આવેલ છે, પણ કેટલાક વિદ્વાનો પાલિ “સિખ' - પસંદ કરેલા ઉપરથી ઊતરી આવેલો માને છે. અર્થાત એ રીતે જોતાં સિફખ' એટલે ઈશ્વરે પસંદ કરેલો, ચૂંટેલો, એટલે કે ભગવાનનો પોતાનો, નિર્મળ. ગુરુ ગોવિંદસિંહે આપેલ “ખાલસા' નામાભિધાનનો અર્થ પણ લગભગ એવો જ છે. ખાલસા શબ્દ મૂળ ફારસી શબ્દ “ખલીસહ-પાદશાહની પોતાની માલિકીનું ઉપરથી બનેલો છે. 2. ધર્મસંસ્થાપકોનો પરિચય : 1. ગુરુ નાનકદેવ (1969-1539)H તલવંડી ગામમાં (હાલ પાકિસ્તાનમાં લાહોર પાસેના નાનકડાના સાહેબમાં) એમનો જન્મ થયો હતો. પિતા કાલુરામ, સજ્જન અને ભક્ત હૃદયના મુસ્લિમ જાગીરદાર રાય બુલારના સાધારણ તલાટી. પણ એ સાધારણ પિતાના અસાધારણ પુત્રનું નામ તો સમગ્ર ભારતમાં અને ભારત બહાર અરબસ્તાન, ઈરાક, અફઘાનિસ્તાન, લંકા, બર્મા અને તિબેટમાં નાનકડાના જીવનકાળ દરમિયાન જ જાણીતું થઈ ગયું હતું. ગુરુ નાનક બચપણથી જ બુદ્ધિશાળી, દયાળુ, ભક્ત અને દાની. એમને કેવળ રોટી કમાવી આપનારી વિદ્યામાં રસ નહોતો. એમને તો જે વિદ્યાર્થી ખુદ તરે અને બીજાઓને પણ તારી શકે એવી વિદ્યા જોઈતી હતી. એટલે પિતાએ તેમને પાંચ વર્ષની વયે નિશાળે મૂક્યા, પરંતુ ત્યાં થોડું સંસ્કૃત અને થોડું ફારસી શીખીને એમણે અભ્યાસ મૂકી દીધો, પિતાએ તેમને ખેતી અને વેપારમાં લગાડવા પ્રયત્ન કર્યો. પણ સર્વ પ્રયત્ન નિષ્ફળ ગયા. તેઓ પિતાની સર્વ આજ્ઞાઓનું પાલન કરતા પણ એમનું હૃદય તો પ્રભુમાં જ રહેતું. એક વખત નાનક નિત્યનિયમ પ્રમાણે નદીએ સ્નાન કરવા ગયા. સ્નાન કરતાં એમને દિવ્ય અનુભૂતિ થઈ. પ્રભુનો સાક્ષાત્કાર થયો. ત્રણ દિવસ સુધી ધ્યાનમાં Page #138 -------------------------------------------------------------------------- ________________ શીખ ધર્મ 1 27 મસ્ત રહી ભક્તિ અને જ્ઞાનથી પૂર્ણ એવા નાનક પાછા આવ્યા ત્યારે એમના મુખ ઉપર આત્માનુભૂતિની દિવ્ય આભા હતી. ચિત્તમાં પ્રભુનું નામ-સ્મરણ કરવાનો અને બીજાઓનો કરાવવાનો આદેશ હતો. જનતાએ એમનામાં ભવરોગમાંથી સાજા કરનાર વૈદ્ય નિહાળ્યા “આ આવી ગયો રોગીઓનો ચમત્કારિક વૈદ્ય !' કહીને એમને સત્કાર્યો અને નાનકે જનતાને શીખ ધર્મનો “મૂલ મંત્ર આપ્યો. નાનક જઈને કબ્રસ્તાનમાં બેઠા. લોકોને સંભળાવ્યું : “ન કોઈ હિન્દુ ન કોઈ મુસલમાન.” ત્યારે કાઝીએ પૂછ્યું : “જો કોઈ હિન્દુ કે મુસલમાન નથી તો તું કોણ છે ?" હું તો મનુષ્ય છું.” એ પછી સત્તાવીસ વર્ષની ભરયુવાન વયે પ્રભુના આદેશધારી નાનક જગતને નામસ્મરણનું અમૃતપાન કરાવવા અને, “મનુષ્ય શી રીતે વર્તે તો સત્યનિષ્ઠ થાય, તથા શું કરે તો અસત્યના પડદાને હટાવી દે' એ સમજાવવા નીકળી પડ્યા. એમણે સમજાવ્યું : “ભગવાનની આજ્ઞાને આધીન રહીને આચરણ કરવાથી અસત્યનો પડદો તૂટી જશે. ઈશ્વરનો હુકમ તો અંતરમાં કોતરાયેલો છે, માટે એની આજ્ઞા પ્રમાણે ચાલો અને એના ગુણ ગાઓ.” એમણે કુટુંબના ભાટ ભાઈ મરદાનાને પોતાની સાથે લીધો. મરદાના મુસલમાન હતો અને રબાબ (એક વિશિષ્ટ પ્રકારની સારંગી)નો અસાધારણ બજવૈયો હતો. ગુરુને ગમે ત્યારે પ્રેરણા થતી અને એમના મુખમાંથી ઈશ્વરી વાણીનો ધોધ કાવ્યરૂપે છૂટતો, ત્યારે મરદાના એને પોતાના અસાધારણ કૌશલથી રબાબના સૂરોમાં બેસાડતો. આ નાનકે ત્રીસ વર્ષ સુધી પરિભ્રમણ કર્યું. પૂર્વમાં આસામ, દક્ષિણમાં લંકા, ઉત્તરમાં તિબેટ, પશ્ચિમમાં દ્વારકા, વાયવ્યમાં મક્કા, મદીના, બગદાદ વગેરે સ્થળોએ યાત્રાપ્રવાસ કર્યો. લોકોને વહેમોમાંથી મુક્ત થઈ એક સત્ય અકાલ પુરુષ (અવિનાશી પુરુષ) પરમાત્માની ભક્તિ અને આરાધના કરવા પ્રેર્યા. એમના જમાનામાં ભાગ્યે જ કોઈ માણસે લોકકલ્યાણાર્થે આટલો વિસ્તૃત પ્રવાસ ખેડ્યો હશે. પ્રવાસ દરમિયાન એમણે હિન્દુઓને, મુસલમાનોને, જૈનોને, નામયોગીઓને, શાક્તોને, સૂફીઓને, કાઝીપીરોને, નાના-મોટા અનેક મતપંથોના અનુયાયીઓને ઠગ, લૂંટારા, મનુષ્યભક્ષક જંગલીઓ સુદ્ધાને ધર્મતત્ત્વ પ્રબોધ્યું. એમના સમયમાં બાબરે ભારત ઉપર ત્રણ ચઢાઈઓ કરી, હિન્દુમુસલમાનના કશા ભેદ વગર ભયાનક કતલ અને લૂંટ-બળાત્કાર ચલાવ્યાં. લોકોની દુર્દશા જોઈ આ સંતનું હૃદય રડી પડ્યું. એમણે આ રોગનાં કારણો બતાવ્યાં : વિલાસ, શાપ, આશીર્વાદ અને ચમત્કારના રૂપમાં રહેલા “ધર્મ' ઉપરની મુડદાલ આસ્થા અને નૈતિક અધોગતિ. એમણે સાહસ, વૈર્ય અને નિર્ભયતાથી પુત્ર જેમ પિતા આગળ હકપૂર્વક પ્રશ્ન કરે એમ પરમાત્માને પ્રશ્ન કર્યો : “હે પ્રભુ ! તેં બાબરના વતન Page #139 -------------------------------------------------------------------------- ________________ 1 28 જગતના વિદ્યમાન ધર્મો ખુરાસાનને બચાવ્યું પણ હિન્દુસ્તાનને ભયભીત કર્યું. તમે પોતાના ઉપર દોષ લીધા વિના મુગલોને યમદૂત બનાવીને આક્રમણ કરાવ્યું. આટલી ભયાનક કતલ થઈ પણ ઓ પ્રભુ ! તને જરાય દયા ન આવી!...૫ બાબરે સ્વયં નાનકને પણ કેદ પકડેલા પણ તેમના તેજથી પ્રભાવિત થઈને તેમનું સન્માન કર્યું અને પીવા માટે ભાંગ આપી ! નાનકે એનો ઈન્કાર કર્યો. એમણે બાબરને કહ્યું : “ભાંગનો નશો તો સવારમાં ઊતરી જશે. એને બદલે નામની ખુમારીનો નશો ચઢાવ. એ નશો તો ઊતરશે જ નહિ.” એમ સત્ય નામની ખુમારીનો ઉપદેશ કર્યો. તે છતાં બાબરે આગ્રહ કરી ખાસ પોતાના માટે લાવેલી સમરકંદની ભાંગમાંથી થોડી ભાંગનું નજરાણું ધર્યું; અને કંઈ નહિ તો તત્પરતાં લૂંટ-ખૂન-બળાત્કાર બંધ કર્યા. કતલ કરતાં બચેલા કેદીઓને છોડી મૂક્યા. ગુરુ નાનક મક્કાથી મદીના થઈ બગદાદ ગયેલા. ત્યાંના સૂફી સંત પીર શાહ બહલોલ તો એમના ભક્ત બની રહ્યા. એમની પાસેથી નામ ગ્રહણ કર્યું અને ગુરુ બનાવ્યા. નાનકના હિન્દુસ્તાન ગયા પછી પૂરાં 60 વર્ષ એમણે નામસ્મરણમાં ગાળ્યાં. નાનકે સત-નામ અને સત-કરતાર એ નામોનો પ્રચાર કર્યો, જેનું પાછળથી સત શ્રી અકાલ'માં રૂપાંતર થયું. એમણે ઉપદેશ્ય : “વાહીગુરુ' (વિસ્મયકારી પરમાત્મા)એ નામ કંઈ જીભથી જ રટવાનું નથી, પણ મનુષ્ય એની સર્વજ્ઞતા અને સર્વશક્તિમત્તાને લક્ષમાં રાખીને એને ભક્તિપૂર્વક હૃદયમાં સ્થાપવાનું છે અને અકાર્ય કરતાં બીવાનું છે.” આ રીતે શીખ ધર્મની સ્થાપનાનાં બીજ વવાયાં. ગુરુ નાનકે એવાં પ્રાણદાયી બીજ રોપ્યાં કે જેમાં મનુષ્યનું મનુષ્યત્વ સોળે કળાએ ખીલી ઊઠે. એ પોતાનો જ મોક્ષ સાધીને અટકે નહિ પણ બીજાંઓનાં ઐહિક અને પારલૌકિક સુખ અને મોક્ષ માટે નમ્રતાથી પ્રાણ સુદ્ધાં સમર્પિત કરે. અન્યાય, કૂડ, કપટ અને અસત્ય સામે નિર્ભયપણે ઝૂઝે. નાનકદેવે અંતિમ દિવસો રાવી તટે કરતારપુરમાં વિતાવ્યા. તેઓ સાદા ખેડૂતનું જીવન જીવ્યા અને તેમણે શીખોને ભક્તિ, પુરુષાર્થ અને સદાચારી ગૃહસ્થ જીવન જીવવાના પાઠ પઢાવ્યા. પોતાની પછી શિષ્યોની દેખભાળ રાખવા, એમને માર્ગદર્શન આપવા લહેણા નામના શિષ્યને એની સેવાભાવના જોઈને અંગદ' (અંગે ખુદ, ‘તું તો મારું અંગ છે!) એવું નામ આપીને ગુરુગાદી ઉપર બેસાડ્યા અને પરમાત્માની જયોતિમાં ભળી ગયા. ગુરુના મહાપ્રસ્થાન પછી કહે છે કે એમના દેહને અગ્નિદાહ દેવા અથવા દફનાવવા માટે એમના હિન્દુ અને મુસ્લિમ શિષ્યોમાં ચડસાચડસી થઈ હતી. આ વિગત ગુરુ નાનકની પ્રજાપ્રિયતાની નિદર્શક છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ શીખ ધર્મ 129 2. ગુરુ અંગદ (૧૫૦૪-૧૫પર) : એમણે ગુરુમુખી લિપિ પ્રચલિત કરી. ગુરુ નાનકનું ચરિત્ર લખાવ્યું. નાનકે શરૂ કરેલી “ગુરુ કા લંગર”ની પ્રથા (વિના મૂલ્ય જમાડવાથી પ્રથા) વ્યવસ્થિત કરી. શિષ્યોમાં મરદાની રમતોનો પ્રચાર કર્યો. એમણે શિષ્યોને બહાદુર થવાની તાલીમ આપી. નાનકની જેમ એમણે પણ પુત્રને ગાદી નહિ આપતાં પોતાના વયોવૃદ્ધ શિષ્ય અમરદાસને ગાદી આપી. 3. ગુરુ અમરદાસ (1479-1574) : નાનકના ધર્મસંદેશને વ્યવસ્થિત પંથનું રૂપ આપ્યું. ધર્મપ્રચાર માટે એમણે 22 મંજી (ગુરુનું આસન) સ્થાપી અને ગુરુવાણીમાં પ્રવીણ 146 મસંદ (ધર્મ પ્રચારક) નીમ્યા. એમાં પણ સ્ત્રીઓ પણ હતી. ગુરુ કા લંગર'ને ખૂબ વિસ્તાર્યું. પડદા અને સતીની પ્રથાનો નિષેધ કર્યો. પૂર્વના બે ગુરુઓની, પોતાની અને બીજા ભક્તકવિઓની રચનાઓનો એક સંગ્રહ તૈયાર કર્યો. આ સંગ્રહ પછીથી “ગુરુ ગ્રન્થસાહેબ'ની રચના માટેનો પ્રમુખ સ્ત્રોત બની રહ્યો. પોતાના શિષ્ય અને જમાઈ ગુરુ રામદાસનો ગાદી ઉપર અભિષેક કરી ગુરુ અમરદાસે મહાપ્રયાણ કર્યું. 4. ગુરુ રામદાસ (૧પ૩૪-૧૫૮૧) : એમણે ગુરુ અમરદાસની સૂચના મુજબ નવું ગામ વસાવ્યું-રામદાસપુર. એ હવે અમૃતસર તરીકે જાણીતું છે. ગુરુ સેવા અને નમ્રતાની મૂર્તિ હતા. ગુરુ નાનકના પુત્ર શ્રીચંદે પોતાનો અલગ ઉદાસી સંપ્રદાય સ્થાપેલો. નાનકે પોતાને ગુરુગાદી આપેલી નહિ, તેથી મનમાં કંઈક રીસ હોઈને તેઓ ગુરુ અંગદ કે ગુરુ અમરદાસને મળવા ગયેલ નહિ પણ હવે રીસ ઊતરી હશે એટલે વયોવૃદ્ધ શ્રીચંદ ગુરુ રામદાસને મળવા આવ્યા. ગુરુએ એમનું પ્રેમથી સ્વાગત કરી રૂ. 500 ભેટ તરીકે આપ્યા. વાતવાતમાં શ્રીચંદે ગુરુને વિનોદમાં પૂછ્યું: “દાઢી શાથી આટલી બધી લાંબી ઉગાડી છે ?" જી મહારાજ ! આપનાં પવિત્ર ચરણકમળને લૂછવા માટે,” કહીને ગુર દાઢીથી શ્રીચંદનાં ચરણ સાફ કરવા નીચા નમ્યા. શ્રીચંદે પગ પાછા ખેંચી લીધા અને એમની નમ્રતા આગળ શિર ઝુકાવ્યું. રામદાસે વિશાળ હૃદયવાળા પોતાના સૌથી નાના પુત્ર અર્જુનદેવને ગાદી આપી. 5. ગુરુ અર્જુનદેવ (1563-1606) : ગુરુ અર્જુન પ્રથમ પંક્તિના ભક્તકવિ, જ્ઞાની અને સંગઠક હતા. એમણે અમૃતસરમાં હરિમંદિર જે હવે દુનિયામાં સુવર્ણમંદિર તરીકે વિખ્યાત છે તે બાંધ્યું. એ મંદિરના પાયાની ઈટ મુસ્લિમ સૂફી સંત સાંઈ મિયાં મીર પાસે મુકાવી. એમના સમયમાં જ શીખ સંપ્રદાય હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મ ઉપરાંતના ‘ત્રીજા ધર્મ” તરીકે ભારતમાં અસ્તિત્વમાં આવ્યો. એમના જીવનનાં યુગપ્રવર્તક બે કાર્ય : 1. શીખોની ગીતા અથવા બાઈબલ સમા ગુરુ ગ્રંથસાહેબઅથવા “આદિગ્રંથનું સંકલન અને 2. ધર્મને ખાતર શુદ્ધ સત્યાગ્રહી રીતે નિર્ભય અને નિર્વેરપણે અસહ્ય યાતનાઓ વેઠીને ભગવાનમાં ચિત્ત રાખીને પ્રાણાર્પણ કર્યું. આ બીજા કાર્યને લીધે ગુરુ અર્જુનદેવ “શહીદોના સિરતાજ તરીકે ઓળખાયા. એમની શહાદતની વિગત નીચે મુજબ છે : Page #141 -------------------------------------------------------------------------- ________________ 13) જગતના વિદ્યમાન ધર્મો જહાંગીરના શાહજાદા ખુસરોએ બળવો કર્યો. બળવો કર્યા પછી હારીને ભાગ્યો અને તે મદદ માટે ગુરુ પાસે આવ્યો. ગુરુએ દયાથી એને રૂ. 5,OOO આપ્યા. આ બાતમી ચાડિયાઓએ જહાંગીરને પહોંચાડી. જહાંગીરે ગુરુનો રૂપિયા બે લાખ દંડ કર્યો અને સાથે હુકમ કર્યો, “આદિ ગ્રંથ' માંની ઇસ્લામી માન્યતાનો જરાક પણ વિરોધ કરતી હોય એવી સર્વ પંક્તિઓ રદ કરો.” દઢ ઈશ્વરભક્ત અર્જુનદેવે એમ કરવાનો ઈન્કાર કર્યો. એટલે જહાંગીરે ગુરુ ઉપર ભયંકર અત્યાચાર ગુજાર્યા. એમના ઉપર ધગધગતી રેતી નાખવામાં આવી. એમને ગરમ તવા ઉપર બેસાડ્યા, એમના પર ઊકળતું પાણી રેડવામાં આવ્યું અને એમને ભૂખે મારવામાં આવ્યા. છેવટે મરણતોલ થઈ ગયા ત્યારે એમને રાવી નદીમાં ફેંકી દીધા અને એમ આ “શહીદોના સિરતાજ પોતાના “ઘેર' વાહગુરુના વાત્સલ્યપૂર્ણ ખોળામાં પહોંચી ગયા. શીખોની બાબતમાં તો સુપ્રસિદ્ધ “જહાંગીરી ન્યાય'નું આ ઉદાહરણ જગતને જોવા મળ્યું ! 6. ગુરુ હરગોવિંદ (1595-1644)H ગુરુ અર્જુનદેવની હત્યા પછી એમના અગિયાર વર્ષના કિશોર પુત્ર હરગોવિંદ ગુરુ થયા. એમણે જોયું કે કેવળ જપમાળાથી ધર્મરક્ષા નહિ થાય. એટલે સેલી (ગુરુઓ પહેરતા તે ઊનની માળા)ને ભંડારમાં મૂકાવી દીધી. તેમણે ઐહિક અને પારલૌકિક ક્ષેત્રોના ગુરુ બન્યાના નિશાન તરીકે બે તલવાર ધારણ કરવા માંડી અને તેઓ “મીરી પીરીના માલિક' નામથી ઓળખાય. મુગલ તપ્તના ઝરૂખા કરતાં પણ ઊંચું “અકાલ તણ” બાંધ્યું. ગુરુએ અશ્વો અને શસ્ત્રોની ભેટ ધરવા શિષ્યોને આજ્ઞા કરી. કેટલોક વખત જહાંગીરે એમને કેદમાં પણ પૂર્યા. પરંતુ એમની નિર્ભયતા અને ભગવદ્ભક્તિ જોઈને મૈત્રી બાંધી. જહાંગીરના મૃત્યુ પછી એમને શાહજહાં સાથે કેટલીક લડાઈઓ થઈ. એમાં શીખો જીત્યા. તેથી શીખોની પ્રતિષ્ઠા ખૂબ વધી. જનતા એમના તરફ આશા અને ગૌરવની નજરે જોવા લાગી. એમણે જીવનનાં છેલ્લાં દસ વર્ષ હિમાલયની તળેટીમાં કિરતારપુરમાં શાન્તિથી ગાળ્યાં. “શોક ન કરશો પણ આનંદોત્સવ કરજો, કારણ કે હું તો મારે ઘેર જાઉં છું, હરિનામથી જીવનને ભરી દેજો,” બોલીને એમણે દેહ ત્યજ્યો. ગુરુ હરગોવિંદની લોકપ્રિયતા અપ્રતિમ હતી. ગુરુની ચિતામાં પડીને બે શીખોએ સહગમન કર્યું હતું અને બીજા કેટલાયને તેઓ ચિતામાં ન કૂદી પડે તે માટે પકડી રાખવા પડ્યા હતા.૮ 7. ગુરુ હરિરાય (1630-1661) ગુરુ હરગોવિંદના પૌત્ર ગુરુ હરિરાય બચપણથી જ દયાળુ, કોમળ હૃદયના હતા. એક સમયે બગીચામાં ફરતાં એમનો જામો અડી જવાથી એક સુંદર ફૂલ ખરી પડ્યું ત્યારે એમને એટલું બધું દુઃખ થયું કે એ પછી કાયમ જામો સંકોરીને જ ચાલતા. એમના વખતમાં શાહજહાંના પુત્ર દ્વારા શિકોહનું કાસળ કાઢી નાખવા દારાના નાના ભાઈ ઔરંગઝેબે ભોજનમાં કંઈ ખવડાવી દેવાથી દારા ગંભીર Page #142 -------------------------------------------------------------------------- ________________ શીખ ધર્મ 131 માંદગીમાં પટકાયો. હકીમોએ અત્યંત દુર્લભ દવાઓ લખી આપી. સામ્રાજ્યમાં સર્વત્ર તપાસ કરવા છતાં ક્યાંય આ દવાઓ ન મળી. છેવટે એ દવાઓ ગુરુ હરિરાયના ભંડારમાં છે એવી માહિતી મળતાં, શાહજહાંએ ગુરુ પાસે ઔષધોની માગણી કરી. દયાળુ ગુરુએ બાદશાહની વૈરવૃત્તિ ભૂલીને “જેઓ આશા લઈને ગુરુ દ્વારે આવે તે શા માટે નિરાશ થઈને જાય?’ કહી ઔષધો અને વધારામાં અનુપાનમાં વાપરવા લાયક અને કીમતી મોતી આપ્યું. દારા સાજો થયો. શાહજહાંએ મૈત્રી બાંધી, પણ પિતાને કેદ કરી ઔરંગઝેબ ગાદીએ આવ્યો. એણે ગુરુને દિલ્હી બોલાવ્યા. ગુરુએ મોટા પુત્ર રામરાયને મોકલ્યો. કિશોર રામરાયે સમ્રાટની ખુશામત કરી કૃપા સંપાદિત કરી પણ પિતાનો પ્રેમ ખોયો. ગાદી ઉપર પાંચ વર્ષના બાળક પુત્ર હરિકિશનનો અભિષેક કરી એમણે જીવનલીલા સંકેલી લીધી. ઔરંગઝેબે શીખોમાં ફૂટ પડાવવા રામરાયને જાગીર આપી. રામરાયે ત્યાં પોતાનું દહેરું બાંધ્યું, તેથી એ સ્થાનનું નામ દહેરાદૂન પડ્યું. અત્યારે પણ એ દહેરું અને એની વિશાળ જાગીર છે. ૮.ગુરુ હરિકિશન (1656-1664): ઔરંગઝેબે બાલગુરુને દિલ્હી બોલાવ્યા. હરિકિશન જયપુર નરેશ રાજા જયસિંહને ત્યાં ઊતર્યા, ઔરંગઝેબે એમની પરીક્ષા કરી પણ ગુરુ એની જાળમાં ફસાયા નહિ. એ વખતે દિલ્હીમાં શીતળા અને કૉલેરાનો વાવર હતો. ગુરુ ઔષધો, કપડાં, ખોરાક વગેરે લઈને પોતાનો કારભાર કરનાર શીખોની સાથે જાતે રોગપીડિત લત્તાઓમાં જઈને દર્દીઓને આશ્વાસન આપતા અને મદદ કરતા. જે કંઈ ભેટ-પૂજામાં આવતું તે બધું રોગી-કંગાલોની સેવામાં વાપરી નાખવામાં આવતું. એ અરસામાં ચેપ લાગી જતાં, ગુરુને શીતળા નીકળ્યા. અંત સમયે નારિયેળ અને પાંચ પૈસા મંગાવી, “બાબા બકાલે' અર્થાત નવમા ગુરુ બકાલા ગામમાં છે એમ ગુરુ તેગબહાદુરનો સંક્ત કરી હરિકિશન પરમાત્માના ધામમાં સિધાવ્યા. 9. ગુરુ તેગબહાદુર (1621-1675): ગુરુ હરગોવિંદના સૌથી નાના પુત્ર ગુરુ તેગબહાદુર અત્યંત નમ્ર, વૈરાગ્યશીલ, ધ્યાનમગ્ન, તેજસ્વી અને નિર્ભય હતા. ગુરુનું સામાન્યતઃ સ્વીકૃત નામ ત્યાગમલ હતું, પરંતુ ઈ.સ. ૧૬૩૪ના કસ્તાનપુરના યુદ્ધમાં કિશોર ત્યાગમલે મુગલ લશ્કર સામે ભારે પરાક્રમ દર્શાવેલું, એટલે તેના પરાક્રમથી પ્રસન્ન થઈને પિતા હરગોવિંદે એમનું ‘તેગબહાદુર' નામ પાડ્યું. વળી, એમના લંગરમાં ભૂખ્યાને ખૂબ અન્ન મળતું એટલે “દેગબહાદુર' નામથી અને તેઓ ગરીબોના આધાર બની રહેલા એટલે “ટેકબહાદુર' નામથી જાણીતા થયા. એમના સમયમાં ઔરંગઝેબની ધર્માધનીતિએ માઝા મૂકી. શિયા-મુસ્લિમો, સૂફીઓ અને હિન્દુઓના વિરોધમાં એની તલવાર ક્રૂરતાથી વીંઝાવા માંડી. એણે "ધર્મપરિવર્તનની યોજના બર્બરતાપૂર્વક અમલમાં મૂકવા માંડી, ત્યારે કાશ્મીરના પંડિતો ધર્મ ઉપર આવેલી કષ્ટકથા સંભળાવવા ગુરુ પાસે આવ્યા. ગુરુએ સલાહ આપી, કોઈ ધર્મપ્રાણ મનુષ્ય આત્મબલિદાન આપે તો હિન્દુઓ બચી શકે.” ત્યારે ગુરુ Page #143 -------------------------------------------------------------------------- ________________ 132 જગતના વિદ્યમાન ધર્મો તેગબહાદુરના નવ વર્ષના બાળક પુત્ર ગોવિંદરાયે દૃઢતાથી કહ્યું : “જેના ઘરમાં ભૂખ્યાને અન્ન દેનાર દેગ અને અનાથ-નિર્બળોનું રક્ષણ કરનાર તેગ (તલવાર) છે એવા આપના કરતાં વધારે ધર્મપ્રાણ કોણ હોય !" ગુરુ તેગબહાદુરે નિર્ણય લઈ લીધો. એમણે પંડિતોને કહ્યું : “ઔરંગઝેબને ખબર આપો કે તેગબહાદુર અમારા ગુરુ છે. જો તેગબહાદુર ધર્મપલટો કરશે તો અમે પણ ધર્મપલટો કરીશું.” ઔરંગઝેબે ગુરૂને દિલ્હી બોલાવ્યા. એમણે ધર્મપરિવર્તનનો ઇન્કાર કર્યો એટલે ઔરંગઝેબે એમને પાંજરામાં પૂર્યા. એમની પર ઘોર અત્યાચાર ગુજારવામાં આવ્યા. એમના એક સાથી મતદાસને કરવતથી જીવતા ચિરાવી નાખ્યા, બીજા એક ભાઈ દયાલાને જીવતા રંધાવી નાખ્યા. અંતે ગુરુ તેગબહાદુરનો પણ શિરચ્છેદ કર્યો. (સંવત ૧૭૩૨ના માગશર સુદ 5, તા. 11-11-1675. ભારત સરકાર અને શીખ સમાજ તરફથી આને કારણે ઈ.સ. ૧૯૭૫-૭૬ના વર્ષમાં સં. ૨૦૩૨ના માગશર સુદ પથી શરૂ થતું આખું વર્ષ “ગુરુ તેગબહાદુર ત્રિશતાબ્દી શહીદી વર્ષ તરીકે મોટા પાયા પર ઊજવાયું છે.) ધર્મની રક્ષા માટે એમણે “સીસદિયા પર સિર ન દિયા.૧૦ ભાથું આપ્યું પણ સત્યધર્મ ન આપ્યો. કાશ્મીરી પંડિતો અને એમની પાછળ લાખો હિન્દુ-શીખ ફરજિયાત ધર્મપલટામાંથી અને નામોશીમાંથી ઊગરી ગયા. ગુરુના આ બલિદાને ધર્મ અર્થાત્ સાચા ધર્મ અને હિન્દુસ્તાન બંનેની લાજ રાખી એથી એમનું “ધર્મની ચાદર' અથવા હિન્દની ચાદર' એવા નામથી સ્મરણ કરવામાં આવે છે. ગુરુ તેગબહાદુર તિલક, જનોઈ કે મૂર્તિ પૂજામાં માનતા નહોતા. શીખ ધર્મ પણ માનતો નથી. પરંતુ ભક્તિ-ઉપાસનાના સ્વાતંત્ર્ય માટે જુલમનો પ્રતિકાર કરવા ગુરુએ આ શ્રેષ્ઠ અહિંસક આત્મબલિદાન આપ્યું. ગુરુના સંખ્યાબંધ મુસ્લિમ ભક્તો હતા. તેમાં પણ ગુરુને જે જેલમાં રાખવામાં આવેલા તેનો દરોગો સૈયદ અબ્દુલ હસન, ગુરુના શિરચ્છેદ પછી આ અધર્મ જ્યના વિરોધમાં શાહી નોકરીને તિલાંજલિ આપીને આનંદપુરમાં ગુરુ ગોવિંદસિંહ પાસે રહેવા આવ્યો, અને એણે ગુરુની આજીવન સેવા કરી. 10. ગુરુ ગોવિંદસિંહ (1966-1708)H ગુરુ તેગબહાદુરના મસ્તકને એક જૈતા નામનો રંગરેટો (ખાલપો) હિંમત ભીડીને નવ વર્ષના બાલગુરુ ગોવિંદરાય પાસે લઈ ગયો. ગુરુએ આ અત્યંજને “રંગરેટે ગુરુ કે બેટે' કહીને અભિનંદયો. નવમાં ગુરુના ધડને લખી શાહ નામના શીખ લવાણાએ ઉઠાવ્યું અને ઘેર લઈ ગયો. ઘરને આગ ચાંપીને ગુરુના શબને સન્માનસહિત અગ્નિદાહ દીધો. બાળક ગુરુ ગોવિંદે મામાની દેખભાળ નીચે શસ્ત્રો અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. ખૂબ ધ્યાન કર્યું, વિચાર્યું, નિર્ણય લીધા, કર્તવ્ય પારખ્યું. એમણે પરમાત્મા પાસેથી દુષ્ટદમન કરવાનો આદેશ મેળવ્યો. 11 શ્રીરામ અને શ્રીકૃષ્ણનાં ચારિત્રોનો Page #144 -------------------------------------------------------------------------- ________________ શીખ ધર્મ '133 અભ્યાસ કર્યો. દુર્ગાએ રાક્ષસોના કરેલા સંહારનું રહસ્ય સમજ્યા. એમણે ભગવાનને અકાલ પુરુષ” અવિનાશી પરમાત્મા) નામથી બોલાવ્યા. એ સાથે જ અસિધ્વજ, ખડગકેતુ અને મહાકાલ જેવાં નામોથી પણ બોલાવ્યા. એમણે ભવ્ય ભારતીય સંસ્કૃતિને લાગેલો લૂણો પારખ્યો એ લૂણાને દૂર કરવાનો નિર્ણય કર્યો. એમના ભક્તિથી પરિપૂર્ણ, દયાળુ, નિર્ભય અને નિર્વેર ચિત્તમાંથી કાવ્યધોધનો પ્રબળ પ્રવાહ અને ધર્મનું પ્રખર તેજ એકસાથે પ્રકાશી નીકળ્યાં. શીખોના સમગ્ર માનસિક વલણને બદલવા એમણે ઈ.સ. ૧૯૯૯ના માર્ચની ત્રીસમી તારીખે, એટલે કે વૈશાખીના દિવસે જુલમ અને સતામણીનો સામનો કરવાનો સંકલ્પ ત્યાગનાર માણસના મસ્તકની માગણી કરી. એક પછી એક એમ વારાફરતી પાંચ માણસો મસ્તક આપવા માટે ગુરુ પાસે આવ્યા. 1. લાહોરનો દયારામ ક્ષત્રિય, 2. દિલ્હીનો ધરમદાસ જાટ, 3. દ્વારકાનો મોહકમચંદ છીપો, 4. બિહારનો સાહિબચંદ નાઈ અને 5. જગન્નાથપુરીનો હિમ્મતરાય ભોઈ. એમાં દયારામ સિવાય ચારે શૂદ્ર હતા, મોહકમચંદ ગુજરાતનો હતો. એ પાંચે “પંજ પ્યારે' (પાંચ પ્યારા) કહેવાયા. પણ હવે એ બધા “સિંહ' બની ગયા હતા. જે માણસો કદી તલવાર-બંદૂકને અડક્યા પણ નહોતા તેઓ શક્તિશાળી વીર બની ગયા. માછી, છીપા, ચમાર, નાઈઓ એવા સેનાની બન્યા કે એમના પ્રતાપથી મહારાજાઓ પણ થરથરવા લાગ્યા અને એમ ખાલસા પંથની સ્થાપના થઈ. એ સમયે ગુરુ ગોવિંદસિંહ બોલ્યા હતા : જ્યારે ચકલીઓ પાસે હું બાજોને છિન્નભિન્ન કરાવું ત્યારે ખડગપાણિ કહેવાઉં. જે લોકો, બાજો પાસે ચકલીઓ મરાવે એમને જગતમાં શી શોભા મળવાની છે?..૧૨ એમણે એક કડાઈમાં પવિત્ર જળ ભર્યું. ગુરુનાં બ્રહ્મચારિણી ધર્મપત્ની માતા સાહિબદેવાં અથવા સાહિબકૌરે એમાં પતાસાં નાખ્યાં.૧૩ જળને ગુરુએ ગુરુવાણીનું ઉચ્ચારણ કરતાં કરતાં ખાંડાથી (બેધારી તલવારથી) વલોવી અમૃત સિદ્ધ કર્યું. ગુરુએ પાંચ પ્યારાઓને પાંચ-પાંચ અંજલિ અમૃત પાયું. આ અમૃત, એમણે એમના મુખ ઉપર છાંટ્યું, એમના કેશોમાં સીંચ્યું અને એમની આંખોમાં એકીટશે જોઈને પોતાનું આત્મતેજ સીંચ્યું અને છેલ્લે બચેલા અમૃતનું એ પાંચે પ્યારાઓએ કડાઈને મુખે લગાડીને પાન કર્યું. આ અમૃતપાનથી વીરપુરુષ અમર, મૃત્યુંજય બની જાય. ગુરુએ પછી શિષ્ય તરીકે આ “પાંચ પ્યારા” પાસેથી અમૃતપાનની દીક્ષા લીધી. પાંચને બે હાથ જોડી નમ્યા. ગોવિંદરાય મટી ગોવિંદસિંહ નમસ્કાર કરીને દીક્ષા લીધી હોય.૧૪ હવે બધા શીખ નાતજાતના ભેદ તોડી ક્ષત્રિય બન્યા. શિયાળ મટીને “સિંહ' બન્યા. સ્ત્રીઓ બધી “કૌર (સિંહણ અથવા રાણી) બની. દરેક અમૃતપાન કરનાર Page #145 -------------------------------------------------------------------------- ________________ 134 જગતના વિદ્યમાન ધર્મો શીખે પાંચ “ક' રાખવાના-કેશ, કચ્છ, કડું, કાંસકો (કંઘા) અને કિરપાણ. હવે કોઈ નાનું-મોટું નહોતું, બધા સરદાર હતા.૧૫ ગુરુ ગોવિંદના ધર્મતેજથી ઔરંગઝેબ ગભરાયો. એણે ગુરુની રાજધાની આનંદપુરને જબરદસ્ત ઘેરો ઘાલ્યો. આનંદપુર ખાલી કરતાં એમના બે પુત્ર જોરાવરસિંહ (9 વર્ષ) અને ફતેહસિંહ (3 વર્ષ) સરહિંદના સૂબાને હાથ પડ્યા. આ બંને નિર્ભય સિંહશાવકોએ (સિંહનાં સંતાનોએ) ધર્મપરિવર્તન કરવાનો ઈન્કાર કર્યો એટલા માટે ઔરંગઝેબે તેઓની હત્યા કરાવી. ગુરુના બે મોટા પુત્રો અજિતસિંહ અને બુઝારસિંહ ચમકૌરની લડાઈમાં, જેમાં લગભગ 45 શીખોએ એક લાખની મુગલ સેનાને હંફાવી હતી તેમાં શહીદ થયા. ગુરુએ ચારે પુત્રોની વીરગતિના, અને એ આઘાતને કારણે મૃત્યુ પામેલી માતાના સમાચારને પૂરી સમતાથી ઝીલ્યા. એ વખતે ગુરુ એમના ભક્ત અને મિત્ર જતપુરાના મુસલમાન ચૌધરી રાય કલ્હાને ત્યાં હતા. રાય કલ્હા આ દુઃખદ સમાચારથી રડવા લાગ્યો. ત્યારે ગુરુએ કહ્યું : ““મારા પુત્રો મર્યા નથી, એ અમર થયા છે.” અને ભગવાનની આરાધના કરતાં બોલ્યા, “પરમાત્મા ! તારી ઇચ્છા મીઠી લાગે છે.” ગુરુ ગોવિંદસિંહનાં ભક્તિ - વૈરાગ્ય - જ્ઞાન - શૌર્યથી મુગ્ધ થઈને અનેક મુસ્લિમો એમના ભક્ત અને મિત્ર થયા હતા. તેમાં દરોગા અબ્દુલ હસન ઉપરાંત પીર સૈયદ બુદ્ધશાહ, સૈયદ બેગ, કાઝી પીર મુહમ્મદ, ગનીખાન, નબીખાન વગેરે મુખ્ય હતા. ઔરંગઝેબના મૃત્યુ પછી એના પુત્ર બાદશાહ બહાદુરશાહ સાથે ગોવિંદસિંહને મૈત્રી થઈ. પરંતુ બાદશાહની છાવણીની બાજુમાં ગુરુનો મુકામ હતો ત્યારે દક્ષિણમાં ગોદાવરી તટે નાંદેડમાં બે પઠાણોએ ગુરુને છૂરી હલાવી દીધી. પરમાત્માના ધામમાં જતાં પહેલાં એમણે “ગુરુ ગ્રંથસાહેબને ખાલસા પંથના ગુરુ તરીકે જાહેર કર્યા. અનુપમ આધ્યાત્મિક સામર્થ્ય હોય તો જ આવું અદ્વિતીય પગલું ભરી શકાય. ગોવિંદસિંહ અદ્વિતીય હતા. ઐહિક બાબતોમાં તો પંથ અર્થાત્ ખાલસા પંથ માર્ગદર્શક રહ્યો. હિસ્ટરી ઑફ પંજાબ'ના કર્તા સૈયદ મુહમ્મદ લતીફે ગુરુ માટે લખ્યું છે : “એમનામાં ગુરુ અને સિપાહીના ગુણો સંમિલિત હતા. એ ગુરુગાદી ઉપર ધર્મવિધાયક નેતા, રણક્ષેત્રમાં નિર્ભય યોદ્ધા, તપ્ત ઉપર બાદશાહ અને શીખસંગતોમાં માનનીય ફકીર હતા.”૧૬ 3. શીખ ધર્મના શાસ્ત્રગ્રંથઃ શીખ ધર્મનો પ્રમુખ શાસ્ત્રગ્રન્થ “ગુરુ ગ્રન્થસાહેબ” કરેલો. આ ગ્રંથનું સંકલન પાંચમા ગુરુ અર્જુનદેવે કરેલું. એમણે ત્રીજા ગુરુ અમરદાસના પુત્ર મોહન પાસેથી પૂર્વગુરુઓની રચનાઓ મેળવી. તે પછી હિન્દુસ્તાનના હિન્દુ-મુસ્લિમ સર્વસંતોને આમંત્રા, સભા ભરી. એમની પાસેથી સર્વ Page #146 -------------------------------------------------------------------------- ________________ શીખ ધર્મ 135 સંપ્રદાયોની વાણીઓ મેળવી, તેમાંથી જે જે વાણી શીખ-સિદ્ધાંતોને અનુરૂપ હતી, જે ઈશ્વરદર્શનની અનુભૂતિથી સભર હતી, જે જીવંત હતી, જે ધર્માધતાથી પર હતી એને વીણી કાઢી અને સંગ્રહિત કરી અને એમ આ વિશિષ્ટ પવિત્ર ગ્રંથની રચના થઈ. ગુર ગ્રંથસાહેબ’માં છ ગુર, પંદર ભક્ત (જેમાંના કેટલાક તો મુસલમાન હતા). પંદર જેટલા ભાટ અને ચાર બીજા સંગીતકારો (જેમાંના ત્રણ મુસલમાન હતા)ની રચનાઓ છે. 1. છઠ્ઠાથી આઠમા ગુરુની કોઈ રચના નથી. નવમા ગુરુની રચનાઓ ગુરુ ગોવિંદસિંહે દાખલ કરેલી. ગુરુ ગોવિંદસિંહે પોતાની કોઈ પણ રચનાને “ગુર ગ્રન્થસાહેબ'માં સ્થાન આપ્યું નથી, એ એમની અજોડ વિનમ્રતા અને નિર્મોહિતાનો પરિચય આપે છે.. બધા ગુરુઓ “નાનક'ના નામથી રચનાઓ કરતા તેથી રચના કયા ગુરુની છે તે સમજાય એ હેતુથી ગુરુ અર્જુને દરેક રચનાની આગળ મહલાનો સંખ્યાંક લખવાની પ્રથા સ્વીકારી, જેમ કે મહલા પહલા એટલે ગુરુ નાનકની રચના, મહલા દૂજા એટલે ગુરુ અંગદની રચના. મહલા એટલે મહલ અર્થાત ઘર એટલે કે સ્વરૂપ. ગુરુ નાનક તો એક જ. એમની જ્યોતિ સ્વરૂપ બદલતી હતી, એવો ભાવ આની પાછળ છે. મહિલાનો બીજો અર્થ છે પરમાત્માની નવોઢા. દરેક ગુરુ પોતાને પરમેશ્વરની નવોઢા માનતા, તેથી એ અર્થ પણ બરાબર ચાલે છે. 2. પંદર ભક્તોમાંથી બાબા શેખ ફરીદ મુસલમાન છે અને ભીખન ઘણું કરીને મુસલમાન હશે એમ લાગે છે. 3. કેટલાક ભાટ શીખ થયેલા. એ સૌએ ગુરુ અર્જુનના સાંનિધ્યમાં આવીને એમની તથા બીજા ગુરુઓની પ્રશસ્તિનાં ગીત ગાયાં. અર્જુને ભાટોનાં આ ગીતોમાંથી વિણેલી વાણીને “ગુરુ ગ્રન્થસાહેબ'માં સ્થાન આપ્યું. ભાટોની સંખ્યા આશરે પંદરેક હશે એવું લાગે છે. પરંતુ બધા વિદ્વાનોની યાદીઓ મેળવવા જઈએ તો તે સંખ્યા ઓછામાં ઓછી અગિયાર અને વધુમાં વધુ બાવીસ થાય છે ! 4. જે ચાર સંગીતકારોની રચના છે તેમાંથી ત્રણ મુસલમાન છે. 1430 પૃષ્ઠોમાં “ગુરુ ગ્રન્થસાહેબ'નું સંકલન થયું છે, જાણે કે ભારતના સંતોનો ભવ્ય પરિસંવાદ ! આ ભવ્ય ગ્રંથ કેવળ વાંચવા માટે નથી, જીવનમાં ઉતારવા માટે છે. “ગુરુ ગ્રન્થસાહેબ” અનેક રીતે વિશિષ્ટ છે. જગતના કોઈ પણ ધર્મસ્થાપક ગુરુઓનાં લખાણ આટલાં અધિકૃત રીતે સચવાઈને ગ્રંથસ્થ થયેલાં મળતાં નથી.૧૭ પોતાની પહેલાંના શીખગુરુઓની અને પોતાની વાણી ગુરુ અર્જુને પોતે જ લખાવી છે અને લહિયાઓ પાસે સુધરાવીને પોતે જ એની પ્રમાણભૂતતા અંગે મહોર Page #147 -------------------------------------------------------------------------- ________________ 136 જગતના વિદ્યમાન ધર્મો લગાવી છે. ધર્મસંસ્થાપકોની આટલી પ્રમાણભૂત વાણી બીજે ક્યાંય ઉપલબ્ધ નથી. ગુરુ ગ્રંથસાહેબ'ની આ મૂળ બીડ (પ્રત) અત્યારે કરતારપુર (જિ. જલંધર)માં છે, એટલે એ “કરતારપુરવાળી બીડ' કહેવાય છે. 18 આજે તો “ગુરુ ગ્રન્થસાહેબ'ની ગુરુમુખી (પંજાબી) ઉપરાંત અનેક ભાષાઓ અને બોલીઓ પુરાણી બની હોઈ એમાંની કેટલીક રચનાઓને બાદ કરતાં મોટા ભાગની રચનાઓ શીખોને પણ ટીકા વિના સમજ ન પડે એવી દુર્બોધ છે; પણ સમજાયા પછી એનો રસ ચિત્તમાં એવો ચોંટી જાય છે કે જાણે એના ઘૂંટડા પીધા જ કરીએ. “ગુરુ ગ્રંથસાહેબ'માં ગુરુ અર્જુને બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર, મુસ્લિમ સંત ભક્તોની વાણીને સ્થાન આપ્યું તેનું કારણ હિન્દુસ્તાનની આધ્યાત્મિક શ્રીનો એમાં સમાવેશ કરવાનો તો હતો જ સાથે દુનિયામાં એ સ્થાપવું હતું કે શીખ ધર્મમાં ભ્રમ, અંધવિશ્વાસ, ઊંચનીચના ભેદ અને ધર્માધતાને કોઈ સ્થાન નથી. એમાં “અલ્લાહ અને પરબ્રહ્મ એક જ છે એવી મંત્ર જેવી અનેક રચનાઓ ઠેર ઠેર મળી આવશે.૧૯ “ગુરુ ગ્રન્થસાહેબ” આજે પણ એક જીવતો ગ્રંથ છે. ભક્તિમાન શીખ નરનારીઓ પ્રભાતમાં ગુરુ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખીને “ગ્રંથસાહેબ' પાસે દરરોજના કર્તવ્યનો હુકમ માગે છે. જે પાનું ઊઘડે તેમાં જે “શબ્દ', જે વાણી વાંચવામાં આવે તે વાણી તે દિવસનો હુકમ બને. ગુરુ ગોવિંદસિંહની રચનાઓને એમના મહાપ્રસ્થાન પછી, ગુરુના મિત્ર અને શિષભાઈ મણિસિંહે “દશમ્ ગ્રન્થ'ના રૂપમાં સંપાદિત કરી. “દશમું ગ્રન્થ' વ્રજ, હિન્દી ફારસી અને પંજાબી એમ ચાર ભાષાઓમાં છે. શીખ ધર્મમાં આ ગ્રંથનું ખૂબ માનવંતુ સ્થાન છે. એમાંના કેટલાક ભાગ શીખોની દૈનિક પ્રાર્થનામાં સામેલ છે. 20 4. તાત્વિક સિદ્ધાંતો H 1. ગુરુઓ ઈશ્વરનિષ્ઠ અનુભવીઓ હતા, તેથી તાર્કિક દલીલોના આધારે તેઓ પરમાત્માનું અસ્તિત્વ સિદ્ધ કરતા નથી. એમને તો પરમાત્માની અનુભૂતિ હતી, પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થયાં હતાં. “જ્યાં જયાં જોયું ત્યાં ત્યાં એ જ છે.૨૧ “નાનકનો પાદશાહ (પરમાત્મા) તો વેદ, કુરાન, સંસાર તથા બધાથી પર છે. એ તો પ્રત્યક્ષ દેખાય છે.”૨૨ ગુરુ નાનકે મૂલ મંત્રમાં પરમાત્માનું સ્વરૂપ નિરૂપ્યું છે : એક ૐકાર સતિનામુ કરતા પુરખુ નિરભી નિરવૈરુ અકાલ મૂરતિ અજૂનિ સૈભે ગુરુ પ્રસાદિ.૨૩ (પ્રભુ એક છે. ૐકાર સ્વરૂપ છે. (શબ્દ અર્થાત વાણી છે.) સત્ય એનું નામ છે. તે જગત્કર્તા, આદિપુરુષ, નિર્ભય, નિર્વેર, અવિનાશી, અયોનિ અને સ્વયંભૂ છે. એ પ્રભુ ગુરુની કૃપા દ્વારા પ્રાપ્ત થાય છે.) ગુરુ ગ્રન્થસાહેબ” એટલે કે ગુરુવાણી આ મૂલ મંત્રનું ભાષ્ય છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ શીખ ધર્મ 137 2. જીવ પરમાત્માના હુકમથી, પરમાત્મામાંથી ઉત્પન્ન થાય છે. જીવમાં પરમાત્માનો વાસ છે, તેથી બ્રહ્મ અને જીવ વચ્ચેનો સંબંધ અત્યંત ગાઢ અને અનિર્વચનીય છે. “ગુરુ ગ્રન્થસાહેબ'માં જીવનું રૂપ આ રીતે દર્શાવ્યું છે : “આ તો અચરજની અનુપમ કથા છે. જીવ તો પરબ્રહ્મની યથાતથ પ્રતિમા છે. એ બાળક નથી અને વૃદ્ધ પણ નથી. એને દુઃખ અને મૃત્યુ નથી, એ તો અનાદિ કાળથી છે. એને શીત-ઉષ્ણ, શત્રુ-મિત્ર અને હર્ષ-શોકનાં દ્વન્દો નથી. એને પાપ-પુણ્યનો લેપ અડે નહિ. એ તો ઘટઘટમાં સદા જાગૃત છે.”૨૪ આમ છતાં જ્યારે અહંકારથી ગ્રસ્ત બને ત્યારે જીવની દુર્દશા થાય છે. ““તું તો મોટી નદી જેવો વિશાળ અને દૂરદર્શી. હું તારો પાર કેમ કરીને પામી શકું? જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં ત્યાં મને તું જ દેખાય છે, પણ જો તારો અહંભાવથી વિયોગ થાય તો હું અચૂક તડપી-તડપીને મરી જાઉં.”૨૫ ગુરુ ગ્રન્થસાહેબ’માં મનુષ્યયોનિને સર્વશ્રેષ્ઠ અને દુર્લભ માની છે. એટલા માટે માનવશરીરને પ્રાપ્ત કર્યા પછી મનુષ્ય મુક્તિનો પ્રયત્ન કરવો જોઈએ. 27 શીખ ધર્મ પૂર્વજન્મના સંસ્કારોને સ્વીકારે છે. કર્મનાં શુભ-અશુભ રૂપોને માને છે. 28 મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર, પણ એનાં ફળ ભોગવવામાં પરતંત્ર છે એમ પણ માને છે. 29 અશુભ કર્મોનો મળ પરમાત્માના નામથી સાફ થાય છે. 30 જીવ જ્યારે માયામાં બદ્ધ થઈને પોતાના મૂળ સ્વભાવને-બ્રહ્મસાદેશ્યને ભૂલી જાય છે ત્યારે અનેક પ્રકારનાં પુણ્ય-પાપ કરે છે. પરિણામે એને મહાભયંકર ઝેર જેવા દુઃખ વેઠવા પડે છે. મરણ પછી પશુ, પક્ષી, તિર્યંચોની લાખો યોનિઓમાં (લખ ચોરાશીમાં) ભટકવું પડે છે. 31 “જપુજીના આ શ્લોકમાં કર્મ અંગેનું તત્ત્વજ્ઞાન ફુટ થયેલું છે : “પવન ગુરુ છે, પાણી પિતા છે, વિશાળ ધરતી માતા છે, દિવસ અને રાત એ બે દાયણ છે, એમના ખોળે જગત ખેલે છે. જીવોનાં સારાં અને ખોટાં કર્મો ધર્મરાજા સમક્ષ વંચાશે અને પોતાનાં કર્મ અનુસાર આપોઆપ કોઈ પરમાત્માની નજીક જશે અને કોઈ દૂર જશે. જેણે (હરિ-) નામનું ધ્યાન કર્યું તે પ્રયત્ન કરીને પાર ઊતરી ગયા. નાનક કહે છે તેમનાં મુખ ઊજળાં થયાં અને કેટલાય તેમની સાથે મુક્ત થઈ ગયાં.૩૨ મનુષ્યજીવનનું ધ્યેય છે અહંકારરૂપી “દીર્ઘરોગમાંથી મુક્ત થવાનું. દીર્ઘરોગ હોવા છતાં એનો ઉપાય પણ પ્રભુએ એમાં રાખ્યો છે.૩૩ એ ઉપાય એટલે ગુરુના ઉપદેશ અનુસાર આચરણ, નામજપ, નમ્રતા, સત્સંગ, સદ્દગુરુ અને પરમાત્માની કૃપા. “સૌ ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ : નામજપ અને નિર્મળ કર્મ, સર્વ ક્રિયાઓમાં ઉત્તમ ક્રિયા : સત્સંગથી દુર્મતિરૂપી મળને દૂર કરવો. સર્વ ઉદ્યમોમાં શ્રેષ્ઠ ઉદ્યમ : ચિત્તમાં નિરંતર હરિનામનો જપ. સકળ વાણીમાં અમૃત જેવી વાણી : હરિયશ સાંભળવો અને મુખથી ગાવો. સઘળાં સ્થાનોમાં ઉત્તમ સ્થાન : જે ઘરમાં હરિનામ સ્થિર થઈને વસે તે”૩૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ 138 જગતના વિદ્યમાન ધર્મો નામજપથી - નામની પ્રાપ્તિથી સાધકને નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે. 35 એનું ચિત્ત નિર્મળ બને છે. એ અનુક્રમે ધરમખંડ (ધર્મખંડ), ગિઆનખંડ (જ્ઞાનખંડ), સચખંડ (શ્રમખંડ અથવા શર્મખંડ), કરમખંડ (કૃપાખંડ અથવા કર્મખંડ)ની ભૂમિકાઓ પસાર કરીને સચખંડમાં (સત્યખંડ, અર્થાત્ પરમગતિ, પરમપદ, સહજાવસ્થા, નિર્વાણ, અમૃતમાં) પ્રવેશે છે. આ ભૂમિકામાં સત્યનો, પરમાત્માનો વાસ છે. આ ખંડમાં સત્યનો પ્રકાશ થતાં ભ્રમ-માત્રનો નાશ થાય છે. સાધક પૂર્ણ સત્ય સાથે અદ્વૈત સાધીને પૂર્ણતા પ્રાપ્ત કરે છે. અહીં પ્રભુ કૃપાદૃષ્ટિ કરી ભક્તોને નિહાલ કરી દે છે. અહીં સૌ એના - સત્યસ્વરૂપ પરમાત્માના હુકમ અનુસાર પોતપોતાનાં કાર્યો કરે છે. નિર્મળ ભક્ત એ જોઈ જોઈને, વિચારી વિચારીને, ખુશખુશ થઈ જાય છે. પણ એનું વર્ણન કરવું એ તો લોઢાના ચણા ચાવવા જેવું કઠણ છે. શીખ ધર્મમાં સદ્ગુરુનું સ્થાન અત્યંત ઊંચું છે, તેથી એ ધર્મ “ગુરુમત' કહેવાય છે. ગુરુનો મહિમા વર્ણવતાં આદિગુરુ નાનક કહે છે : ““મારા ગુરુ ઉપર હું તો દિવસમાં એકસો વાર બલિહારી જાઉં છું, કે જે ગુરુએ મનુષ્યોમાંથી દેવતા બનાવ્યા અને તે પણ તત્કાળ.”૩૭ પણ જો સદ્ગુરુ ન મળે તો કોઈ ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ તરી શકે નહીં. “સેંકડો ચંદ્રો અને હજાર સૂર્યો ઊગે અને એ સૌનો વિપુલ પ્રકાશ ભલેને હોય, પરંતુ ગુરુ વિના તો ઘોર અંધારું.૩૮ ગુરુ એટલે ગુરુનું ભૌતિક શરીર નહિ પણ એ શરીરમાં રહેલી નિર્મળ જ્યોતિ. સદ્દગુરુ દ્વારા - એ જ્યોતિ દ્વારા મન-વાણીને અગમ્ય-અગોચર એવા હરિની પ્રાપ્તિ થાય છે. 39 અને તે પછી દસમા ગુરુ ગોવિંદસિંહે પૂર્વવર્તી ગુરુઓની અપેક્ષાએ પોતાની રચનાઓમાં દેહધારી ગુરુનું મહત્ત્વ બહુ અલ્પ પ્રમાણમાં વર્ણવ્યું છે. તેઓ તો સ્પષ્ટ ઘોષણા કરે છે: “જગતમાં સૌનો ગુરુ એક છે અને તે પરમેશ્વર.”૪૦ ““આદિ અને અંતમાં જે એક અવતાર છે તે સર્વ જગતના સ્રષ્ટા પરમેશ્વર મારા ગુરુ છે એમ જાણો.”** સદ્ગુરુના મહિમાનાં સ્તવનોથી સારા-ખોટા, સદ્ગુરુ અને પાખંડી ગુરુ બંનેને લાભ થતો દેખીતી રીતે જ પાખંડીઓ એમાં ફાવી જતાં. ગુરુ ગોવિંદસિંહે આ સ્થિતિ પારખી લીધી. આને લીધે એમની રચનાઓમાં દેહધારી ગુરુને સ્થાને પરમગુરુ પરમાત્માનું સ્તવન વિશેષ છે અને અંતકાળે મોકો મળતાં એમણે અદ્વિતીય આધ્યાત્મિક સામર્થ્યથી “વાણી ગુરુ હૈ, ગુરુ હૈ વાણી, વિચી વાણી અમૃત સારે.”ઇત્યાદિ પ્રમાણભૂત ગુરુવચનોને આધારે ગુરુનું સ્થાન “આદિગ્રન્થને આપી દીધું. એ વાણીરૂપ ગુરુની જ્યોતિ શ્રદ્ધાધન ગુરુમુખ શીખોને અને અન્ય શ્રેયાર્થીઓને માર્ગદર્શન આપે છે. 5. નૈતિક સિદ્ધાંતો : શીખોના ધર્મરહસ્યનો સરલ સંક્ષેપ આ શબ્દોમાં કરવામાં આવે છે : “કિરત કરના (ધર્મકૃત્ય કરવું), વંડ છકના (વહેંચીને ખાવું), તે નામ જપના (અને નામ જપવું).” Page #150 -------------------------------------------------------------------------- ________________ શીખ ધર્મ 139 ગુરુઓ સરળ ભાષામાં શીખોને ઉપદેશ છે, “જે પરિશ્રમ કરીને ખાય છે અને એમાંથી પોતાના હાથે બીજાને કંઈ આપે છે તે જ ધર્મનો માર્ગ પિછાણે છે. તું ઉદ્યમ કરીને જીવ (ભીખ માગીને નહિ); કમાઈને સુખ ભોગવ; ધ્યાન ધરીને તું પ્રભુને મળ; એટલે તારી ચિંતા ટળી ગઈ.૪૪ નાનક કહે છે : “મનુષ્યને પરલોકમાં એ જ મળે છે, જે એ પ્રામાણિકપણે કમાય છે અને એમાંથી બીજાને આપે છે... અને તેઓ જ પવિત્ર છે જેના હૃદયમાં એ હરિનામનો નિવાસ છે.૪૫ શીખ ધર્મમાં તંબાકુ અને એવી નશીલી ચીજોનું સેવન, પરસ્ત્રીગમન, હલાલ કરેલા માંસનું ભક્ષણ કરવાનો અને કેશ કાપવાનો નિષેધ છે. પુત્રીને દૂધપીતી કરવાનો અને સતી થવાની પ્રથાનો પણ નિષેધ છે. કોઈની પાસે દાન ન માગવું, આવકના દશાંશનું દાન કરવું, મહેનતની કમાણીથી ગુજરાન ચલાવવું, ચોરી ન કરવી, ધર્માર્થ ધનમાં ભૂલથી પણ ઘાલમેલ ન કરવી, નાતજાતના ખ્યાલ છોડી એકબીજા સાથે બેસીને ભોજન કરવું, સૌને માનથી બોલાવવા, સ્ત્રીઓ અને પુરુષોને સમાન ગણવાં, શસ્ત્રાસ્ત્રો વાપરવામાં નિપુણ થવું, મધુર અને સાચું બોલવું, સર્વ કાર્યોના આરંભે પ્રભુનું નામસ્મરણ કરવું વગેરે આચારનું વિધાન છે. પરસ્ત્રીને માતા જાણીને કામ; નિર્બળની અવજ્ઞાને પોતાની અવજ્ઞા સમજીને તેનું રક્ષણ કરીને ક્રોધ; પરધનને અગ્રાહ્ય સમજીને લોભ; સર્વ સુંદર પદાર્થોને નશ્વર સમજીને મોહ અને સગુણોમાં પોતાનાથી શ્રેષ્ઠ મનુષ્યોને જોઈને અહંકાર એમ પાંચ દુર્ગણોનો સગુણોના વિકાસ દ્વારા ત્યાગ કરવાનો અનુરોધ છે.? શીખ ધર્મ સંન્યાસીના જીવન કરતાં પવિત્ર ગૃહસ્થજીવનને શ્રેષ્ઠ માને છે અને ગૃહસ્થજીવનનો મહિમા કરે છે. જે શીખ ખાલસા પંથમાં નથી હોતા પણ “ગુરુ ગ્રંથસાહેબ'માં શ્રદ્ધા રાખે છે તેઓ “સહજધારી' કહેવાય છે. તેઓ કેશ વધારતા નથી પણ ઉપર્યુક્ત નૈતિક સિદ્ધાંતોમાં માને છે. 6. ભક્તિભાવના : જગતમાં બે જાતના મનુષ્ય છે : મનમુખ અથવા વિષયાસક્ત અને ગુરુમુખ અથવા પરમાત્મા તરફ મુખવાળો. 8 કબીરે એનું ચોટદાર વર્ણન કર્યું છે : “વૈષ્ણવના ઘરની કૂતરી સારી, વિષયાસક્તની મા એ કૂતરી કરતાં પણ બૂરી છે, કારણ કે પેલી તો નિત્ય હરિનામનો યશ સાંભળે છે અને આ તો પાપની ખરીદી કર્યા કરે છે.૪૯ ...ચાર જાતની માળાઓ રાખીને વૈષ્ણવ થયો તેથી શું થયું? બહારથી તો શુદ્ધ કંચન દેખાય છે પણ ભીતર તો ભંગાર ભર્યો છે !"50 મનમુખ અને ગુરુમુખની જેમ “ગુરુ ગ્રંથસાહેબમાં કુચજી (દુરાચરણી જીવાત્મારૂપી સ્ત્રી); સૂચજી (સદાચરણી જીવાત્મારૂપી સ્ત્રી); ડોહાગણી (દુર્ભાગ્યવાળી) અને સોહાગણી (સૌભાગ્યવતી); અઉ-ગુણવંતી (અવગુણવંતી) અને ગુણવંતી શબ્દોનો પ્રયોગ આવે છે. 51 Page #151 -------------------------------------------------------------------------- ________________ 140 જગતના વિદ્યમાન ધર્મો “આદિગ્રન્થમાં હરિનામનો મહિમા અને ભક્તિનું ગાન છે. ગુરુ ગોવિંદસિંહ એમની જોશીલી વાણીમાં કહે છે : “પ્રેમ વિના ધ્યાન તીર્થાટન, તપ કરો કે યોગ સાધો, પણ હાથમાં શું આવ્યું ?" “પ્રેમ વિના પ્રભુ પ્રાપ્ત ન થાય.”પર “જિન પ્રેમ કિયો તિન હી પ્રભુ પાયો.૫૩ શીખ ધર્મમાં “આદિગ્રન્થ' અને “દશમ્ગ્રન્થ'માં પરમાત્માનાં સેંકડો નામોનો પ્રયોગ થયો છે. હિન્દુ અને ઇસ્લામી પરંપરાનાં નામ ઉપરાંત શીખ પરંપરાએ પોતે યોજેલાં કેટલાંય નામથી પ્રભુની આરાધના કરવામાં આવે છે. એમાં “અધરમ' (જેને કોઈ ધર્મ નથી) અને “અમજહબ' (જેને કોઈ મજહબ નથી) નામો ખાસ ધ્યાન ખેંચે છે. આમ છતાં શીખોમાં પ્રભુનું “વાહિગુરુ' નામ જપ અને સ્મરણ માટે પ્રચલિત છે. “વાહિગુરુ' નામની એક સમજૂતી એ વાસુદેવ હરિ, ગોવિંદ અને રામ એ ચાર હરિનામોના આદ્યાક્ષરો લઈને બનાવેલું છે એમ આપવામાં આવે છે. “વાહિગુરુ ગુરુમંત્ર પણ કહેવાય છે. “વાહિગુરુનો શબ્દાર્થ છે : વિસ્મયકારી મહાન પરમાત્મા કે મહાન પરમાત્માને ધન્યવાદ હજો. પ્રભુભક્તિથી નિર્મળ થયેલો શીખ જ્યારે પરમાત્માની લીલાની વિસ્મયકારી સૌન્દર્યાભૂતિ કે એના સત્-ચિત-આનંદરૂપની અનુભૂતિ કરે ત્યારે ધન્ય ધન્ય થઈ જાય છે અને ચક્તિ થઈને સ્વાભાવિકપણે બોલી ઊઠે છે. “વાહિંગુર વાહિગુરુ.” આવી આશ્ચર્યથી ચક્તિ કરી દેનારી “વિસમાદી અવસ્થા'-ભાવસમાધિ એ શીખભક્તિની પરાકાષ્ઠા છે. એમાં બધા ભેદભાવ અદશ્ય થાય છે. પરમાત્મા, જીવ, બ્રહ્મ અને બ્રહ્માંડ વિસાદમાં એક બને છે. આદિ ગુરુ નાનકદેવ બ્રહ્માંડની પ્રત્યેક વસ્તુમાં વિસમાદનાં દર્શન કરીને, વિસ્મિત થઈને બોલી ઊઠે છે : નાદ વિસમાદ છે, વેદ વિસમાદ છે. અસંખ્ય જીવ વિસમાદ છે, જીવોના ભેદ વિસમાદ છે, રૂપ, રંગ, જીવજંતુ, પવન, પાણી, અગ્નિ, ધરતી, ચતુર્વિધ યોનિઓ, વિવિધ કામનાઓના સ્વાદસંયોગ, વિયોગ, ભૂખ, સ્તુતિ, પ્રશંસા, કુમાર્ગ, સુમાર્ગ એ સર્વ વિસમાદ છે. પરમાત્મા સમીપ છે, દૂર છે અને હાજરાહજૂર રહીને બધું નિહાળે છે તે વિસમાદ છે. આ આશ્ચર્યો જોઈને હું વિસ્મિત થઈ ગયો છું.” નાનક કહે છે : “પૂરાં ભાગ્ય હોય તો જ આ આશ્ચર્યો સમજી શકાય છે.”૫૫ શીખ ધર્મમાં ભક્તિભાવનાની અભિવ્યક્તિ સવાર, સાંજ, રાતની પ્રાર્થનાઓ, ગુરુ ગ્રંથસાહેબનાં દર્શન, “સાધસંગત' - શીખ સમાજનો સત્સંગ, કીર્તન અને પરમાત્માના નામસ્મરણ દ્વારા થાય છે. આ ધર્મમાં સામાન્યતઃ જટિલ કર્મકાંડ જેવું કંઈ નથી. ગુરુ રામદાસ રચિત “લાવાં'ના ચાર શ્લોકોના કીર્તન સાથે વરકન્યા ગુરુ ગ્રંથસાહેબ'ને ચાર ફેરા ફરે એટલે લગ્ન થઈ જાય; સન્મુખ નતમસ્તકે ઊભા રહે તો પણચાલે. મૃત્યુ સમયે પ્રભુમાં ચિત્ત રાખવાનો અનુરોધ છે. મૃતદેહના Page #152 -------------------------------------------------------------------------- ________________ શીખ ધર્મ 141 અગ્નિસંસ્કાર કરવામાં આવે એ પછી સ્મશાનમાંથી પાછા ફરેલા ડાઘુઓને “કડાહ પ્રસાદ - શીરો વહેંચવામાં આવે છે. એની પાછળ જીવાત્માના આ લોકમાંથી થતા પ્રયાણને જન્મના જેવું જ કુદરતી માનવાનો વિચાર રહેલો છે. જન્મ, મરણ, લગ્ન, અમૃતપાન થાય ત્યારે એમ સર્વ પ્રસંગોએ “ગુરુ ગ્રન્થસાહેબ’માંથી “આનંદસાહેબ’ ગાવામાં આવે છે અને કડાહ પ્રસાદ વહેંચાય છે. “હે વાહિગુરુ ! તને જે ગમે તે ખરું, તું જ સનાતન અને નિરાકાર છે૫૬ એવા પ્રભુની ઇચ્છામાં આનંદ પામવાનો ભાવ આમાં રહેલો છે. સાધુસંગત (શીખ સમાજ)ની વિવિધ પ્રકારે સેવા કરવી વગેરે કાર્યોને બહુ પવિત્ર માનવામાં આવે છે. પરસ્પર અભિવાદન “વાહિગુરુજી કા ખાલસા, વાહિગુરુજી કે ફતેહ' (ખાલસા પરમાત્માના પોતાના છે. ફતેહ અર્થાત્ સફળતા પરમાત્માની છે.) એ શબ્દોથી થાય છે. શીખોનો ઉદ્યોષ છે, “સત્ શ્રી અકાલ.” (કાલરહિત પરમાત્મા સત્ય છે) 7. વૈરાગ્ય ભાવના : શીખ ધર્મની વૈરાગ્યભાવના આ રીતે અભિવ્યક્ત થાય છે : નવમા ગુરુ કહે છે : “જે મનુષ્ય દુઃખમાં દુઃખ ન માને; જેને સુખ, આસક્તિ અને ભય નથી; જે સોનાને માટી તુલ્ય માને; જે નિંદા-પ્રશંસા અને માન-અપમાનથી પર છે; જે સકળ આશાઓ અને ઇચ્છાઓ ત્યાગીને વાસનારહિત થઈને જીવે છે અને જેને કામ-ક્રોધનો સ્પર્શ નથી થતો એનામાં બ્રહ્મનો નિવાસ છે.પs “હે સજ્જનો ! આ તનને મિથ્યા જાણો, પણ એની અંદર જે રામ વસે છે એને જ સત્ય સમજો. આ જગત તો સ્વપ્રમાંની સંપત્તિ જેવું છે, એ જોઈને અભિમાન કરવા જેવું શું છે?”૫૮ અને દસમા ગુરુને એક પદ છે : “રે મન ઐસો કર સંન્યાસા. હે મન ! આ રીતનો સંન્યાસ કર. ઘરને સંપૂર્ણપણે વન સમજ અને ઘરમાં જ તપસ્વીનું જીવન જીવ. સંયમની જટા, પ્રભુ સાથેના યોગનું સ્નાન અને નિયમના નખ વધાર. આત્માના ઉપદેશ માટે જ્ઞાનને ગુરુ બનાવ અને “નામ”ની ભસ્મ શરીર ઉપર ચોળ. અલ્પ આહાર, સ્વલ્પ નિદ્રા, દયા, ક્ષમા, હૃદયમાં પ્રીતિ, શીતળ સ્વભાવ અને સંતોષ રાખીને ત્રિગુણાતીત બન. કામ, ક્રોધ, અહંકાર, લોભ અને મોહ એ પાંચને મનમાં પેસવા જ ન દે. આમ કરીશ તો પરમપુરુષ નામથી ઓળખાતા આત્મતત્ત્વનાં દર્શન થશે.૫૯ વૈરાગ્ય માટે વ્રત, ઉપવાસ, તપ ઉપર ભાર નથી, પણ જળકમળવત્ રહીને સંસારનાં કાર્ય કરતાં, નિર્મળ ગૃહસ્થજીવન જીવીને ભગવદ્ભક્તિ કરવી અને દયાળુ થવું. સૌની સેવા કરી છૂટવી. ઉદ્યમી થવું અને પ્રભુનામના સ્મરણમાં મગ્ન રહેવું. યાત્રાનો નિષેધ છે પણ ઐતિહાસિક ગુરુદ્વારાઓની યાત્રા કરવાનો ચાલ છે. યાત્રા પાછળનો પ્રમુખ ઉદેશ સાધુસંગતમાં હાજરી આપવાનો અને સત્સંગ દ્વારા આધ્યાત્મિક ઉન્નતિ સાધવાનો છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ 142 જગતના વિદ્યમાન ધર્મો 8. ઉપસંહાર : અત્યંત પ્રાચીન કાળથી, ઓછામાં ઓછું વેદવ્યાસ અને ભગવાન શ્રીકૃષ્ણના જમાનાથી કેવળ ધર્મખોજ કરવી એટલું જ નહિ, પણ દુષ્ટતાનું દમન અને ધર્મસંસ્થાપન કરવું એ ભારતવર્ષનો આદર્શ રહ્યો છે. નિર્ભય-નિર્વેરપણે અન્યાયનો, અનીતિનો, પાપનો સામનો કરવો જ જોઈએ. જો શક્તિશાળી ધર્માચરણ કરનાર એ રીતે ન વર્તે તો તે ભલેને મહાસમર્થ હોય તોપણ તે પાપનો ભાગી બને જ. પાપનો, દુષ્ટતાનો સામનો કરવા માટે અહિંસક માર્ગની શોધ પણ શ્રીકૃષ્ણના કાળથી ગાંધીજી સુધી અવિરત ચાલુ રહી છે, ભવિષ્યમાં ચાલુ રહેશે. ગાંધીજીએ સ્વલ્પાતિસ્વલ્પ ન ગણાય તેવી અહિંસાથી ભારતને આઝાદી અપાવી. પાંચેક હજાર વર્ષના આ ઇતિહાસમાં શીખ ધર્મ આ વિશિષ્ટ ધર્મસાધના-દુષ્ટદમન અને ધર્મસંસ્થાપન-ની એક અત્યંત મહત્ત્વની અને તેજસ્વી કડી છે. પહેલા ગુરુ નાનકથી માંડીને ગુરુ ગોવિંદસિંહ સુધીનો ઈતિહાસ એટલે નમ્રતા, ભક્તિ, પ્રપત્તિ, નિર્ભયતા, બલિદાન, જાલિમનો સામનો અને ધર્મ-સંસ્થાપન, અર્જુનદેવ અને તેગબહાદુર જેવા બે મહાન ગુરુઓએ અહિંસક સત્યાગ્રહની રીતે પ્રાણાર્પણ કરી વ્યક્તિગત રીતે અહિંસક પ્રતિકારની ઉત્તમોત્તમ પ્રણાલિનું સ્થાપન કર્યું. ગુરુ ગોવિંદસિંહે સત્યના આગ્રહીના સત્ત્વશીલ જુસ્સાથી બીકણ શિયાળોમાંથી શૂરવીર સિંહ-સિંહણોનું સર્જન કર્યું, સંત-સિપાહી સર્યા. નિર્ભય-નિર્વેરપણે જાલિમોનો પ્રતિકાર કર્યો. પ્રતિકાર કરવા છતાં એમનો કોઈ વૈરી નથી, એમને કોઈ પરાયો નથી. આ શીખ ધર્મનું વિશિષ્ટ પ્રદાન છે. એ પ્રદાન નીચેના શબ્દોમાં બરાબર વ્યક્ત થાય છે. “જ્યારથી મને સાધુઓની-નિર્મળ જનોની સોબત મળી ત્યારથી પરાઈ ઈર્ષા છોડી દીધી. મારે કોઈ વૈરી કે પરાયો નથી. મારે તો સૌની સાથે દોસ્તી છે. સાધુઓની પાસેથી મને એવી સદ્ગદ્ધિ મળે છે કે પ્રભુ જે કરે તે સારું જ માનવું. એમના ઉપદેશ અનુસાર જગતનું નિરીક્ષણ કરતાં સર્વત્ર એક પ્રભુ જ વિલસતો દેખાય છે અને એને નીરખી નીરખીને નાનક પ્રસન્નતાથી ખીલી ઊઠે છે.”૬૦ જાણી લો કે માણસમાત્રની જાતિ એક છે. કર્તા (સર્જન કરનાર) અને કરીમ (ઉદાર); રાઝક (પોષણ કરનાર) અને રહીમ (દયાળુ) એક જ છે. એમાં ભેદ છે એવો ભ્રમ ભૂલથી પણ ન રાખવો. એકની જ પૂજા કરો; એ એક જ સૌનો ગુરુદેવ છે; સર્વત્ર એનું રૂપ છે અને સર્વમાં એની જ્યોતિ છે.”૬૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ શીખ ધર્મ 143 સંદર્ભસૂચિ 1. ઉપેન્દ્રરાય જ. સાંડેસરા, શીખ દર્શન, પૃ. 1-2. 2. રામધારીfસંદ ‘હિન', સંસ્કૃતિ છે વાર અધ્યાય (પ્રથમ આવૃત્તિ) પૃ. 268 293 (Dr. Mansukhiyani, The Quintessence of Sikhism, P. 90-99, Hari Ram Gupta, History of Sikh Gurus, 45231-9, Khushwant Singh, A History of the Sikhs zju II, P. 64-68) ઉપેન્દ્રરાય જ. સાંડેસરા, શીખ દર્શન, પૃ.૧૨ 4. ગુરુ ગ્રંથસાહેબ, પૃ.૧-૨ ઉપેન્દ્રરાય જ. સાંડેસરા, શીખ દર્શન, પૃ. 22-23 6. એજન પૃ. 25 7. એજન પૃ.૪૪ એજન પૃ.૧૧૭ 10. એજન પૃ.૧૨૧-૧૨૨ 12. એજન પૃ.૧૪પ-૧૫૦ 13. ગુરુ ગોવિન્દસિંહનાં લગ્નોની વિગત માટે અને બ્રહ્મચારિણી પત્ની માતા સાહિબકૌર માટે જુઓ એજન પૃ. 138. 14. એજન પૃ.૧૪૮ 15. એજન પૃ.૧૪૮-૧૫૧ 16. એજન પૃ. 171-172 17. એજન પૃ.૬૮-૭૭ 18. એજન પૃ.૭૭ એજન પૃ.૭૭ 20. એજન પૃ.૯૭ 21. એજન પૃ.૧૭૨-૧૭૯ 22. એજન પૃ.૧૯૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ 144 જગતના વિદ્યમાન ધર્મો 23. એજન પૃ.૧૯૧ 24. એજન પૃ. 207 25. એજન પૃ. 207 26. ગુરુ ગ્રંથસાહેબ પૃ. 751 એજન પૃ. 220 28. એજન પૃ. 204 29. એજન પૃ. 1030 30. એજન પૃ. 115 ઉપેન્દ્રરાય જ. સાંડેસરા, શીખ દર્શન, પૃ. 208 32. એજન પૃ. 33 33. એજન પૃ. 213 34. એજન પૃ. 213 35. એજન પૃ. 230 36. એજન પૃ. 230-231 37. એજન પૃ. 217 38. એજન પૃ. 217 39. ગુરુ ગ્રંથસાહેબ, પૃ. 174 40. ઉપેન્દ્રરાય જ. સાંડેસરા, શીખ દર્શન, પૃ. 221 41. એજન પૃ. 221 42. એજન પૃ. 220 એજન પૃ. 83-84 44. એજન પૃ. 83 X4. 46. એજન પૃ. 150-151 47. એજન પૃ. 229-210 48. એજન પૃ. 222-224 49. એજન પૃ. 222-223 50. એજન પૃ. 223 Page #156 -------------------------------------------------------------------------- ________________ શીખ ધર્મ 145 51. એજન પૃ. 224 પ૨. એજન પૃ. 226 53. એજન પૃ. 226 54. એજન પૃ. 228 55. એજન પૃ. 234-235 56. એજન પૃ. 236 પ૭. એજન પૃ. 112 58. એજન પૃ. 120-121 59. એજન પૃ. 178, 209-210 60. ગુરુ ગ્રંથસાહેબ, પૃ. 1299 61. ઉપેન્દ્રરાય જ. સાંડેસરા, શીખ દર્શન, પૃ. 166. Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૯ જરથોસ્તી ધર્મ - નીલા જ. જોષી ઉદ્ભવ અને વિકાસ : ઈરાનના પર્સ પ્રાંતમાંથી ઊતરી આવેલી પ્રજા પારસીઓને નામે હિંદમાં વસી રહી છે. હિંદુ પ્રજા સાથે આ પારસી પ્રજા એવી તો ભળી ગઈ છે કે એક જુદો ધર્મ પાળતી આ પ્રજા સૈકાઓથી કશાય સંઘર્ષ વિના ભારતની અન્ય પ્રજાઓ સાથે રહી છે. આ પારસી પ્રજાનો ધર્મ તે જરથોસ્તી ધર્મ. આ ધર્મના સ્થાપકનું નામ છે અષો (પવિત્ર) જરથુષ્ટ્ર. જરથુષ્ટ્રના સમય વખતે “માઝદયસ્તી દિન' (ઈશ્વરનું જ્ઞાન ધરાવનાર ધર્મ) હતો. મૂળમાં આ ધર્મ એકેશ્વરવાદી હતો છતાં પ્રજા ઘણી વાર અનેકેશ્વરવાદ તરફ પણ ઢળી જતી. વળી તે વખતે મેલી વિદ્યાનું સામ્રાજય પણ જામ્યું હતું. લોકો જાદુ, વહેમમાં માનતા. ચોરી, લૂંટફાટ, ઝઘડા, જુલમ, સામાન્ય બની ગયા હતા. જરથોસ્તી ગાથામાં આ પરિસ્થિતિનું આલેખન છે. આથી સ્પષ્ટ થાય છે કે અધર્મના સામ્રાજ્યનો નાશ કરવા માટે જરથુષ્ટ પવિત્ર જરથોસ્તી ધર્મ આપ્યો. અષો જરથુષ્ટ્ર H જીવન અને કાર્યઃ જરથુષ્ટ્રનું જીવન જાણવા માટે પારસીઓનાં ધર્મશાસ્ત્રોનો આધાર લઈ શકાય : તે મુજબ પશ્ચિમ ઈરાનના મીડિયા પ્રાંતના દરેજી નદીને કાંઠે આવેલા રથ શહેરમાં તેઓ જન્મ્યા હતા. તેમના પિતાનું નામ પૌરુશલ્પ અને માતાનું નામ દોશ્વો હતું. ધર્મશાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે, તેમના જન્મ સમયે પાણી, ઝાડ અને પશુઓની ખુશાલી દ્વારા કુદરતે પોતાની ખુશાલી વ્યક્ત કરી હતી. જરથુષ્ટ્ર વિશે એવું કહેવાય છે કે તેઓ જન્મ સમયે રડવાને બદલે હસ્યા હતા. તેમના જન્મ વખતે તેમની માતાના મસ્તકની આસપાસ તેજ ઝબકતું હતું. આ બધી ચમત્કારિક વાતોની જાણ તે સમયના રાજા દુરાસરૂન અને તેના ચાર ભાઈઓને થઈ. જાદુવિદ્યાના જાણકાર તેઓએ આ બાળક પ્રતાપી નીવડશે અને તેથી પોતાની સત્તા જોખમાશે એ ભયથી જરથુષ્ટ્રને મારી નાખવા અનેક પ્રયત્નો કર્યા. ગળું Page #158 -------------------------------------------------------------------------- ________________ જરથોસ્તી ધર્મ 147 દબાવીને, ખંજરથી મારીને, અગ્નિથી બાળીને, ઢોર નીચે ચગદાવીને એમ અનેક પ્રયત્નોથી જરથુષ્ટ્રને મારવાનો યત્ન થયો પણ કૃષ્ણને મારવાના કંસના પ્રયત્નો જેમ નિષ્ફળ ગયા હતા તેમ દુરાસરૂનના પ્રયત્નો પણ નિષ્ફળ ગયા, તેમ મનાય છે. પૌરુશસ્પે જરથુષ્ટ્રને સાત વર્ષની ઉંમરે ભણવા મૂક્યા. તેઓ ઉત્તમ કેળવણી પામ્યા. તેઓ પંદર વર્ષના થયા ત્યારે તેમના પિતાએ મિલકતની જે વહેંચણી કરવા માંડેલી તેમાંથી જરથુષ્ટ્ર માત્ર કુશ્તી (જનોઈ, કમરબંધ) જ લીધી. આનંદશંકર ધ્રુવ આનો અર્થ એવો કરે છે કે જરથુષ્ટ્ર માનવજાતિ પ્રત્યે પોતાની ફરજ બજાવવા કમર કસી. જરથુષ્ટ્ર વીસ વર્ષના થયા ત્યારે તેમના મુલકમાં દુકાળ પડ્યો. તેમણે તે વખતે પશુઓ, વૃદ્ધો તથા ગરીબોને મદદ કરી. ત્યારબાદ જરથુષ્ટ્ર પહાડ પર એકાંત જીવન ગુજારવાનું શરૂ કર્યું. સાદો ખોરાક લઈ તેમણે પહાડ પર દશ વર્ષ વિતાવ્યાં અને અહુરમઝદ (પરમાત્મા)નું જ્ઞાન મેળવ્યું. આ ઈશ્વર-સાક્ષાત્કાર દરમિયાન જરથુષ્ટ્ર અહુરમઝદને સૃષ્ટિના સ્વરૂપ અને મનુષ્યના કર્તવ્ય સંબંધી કેટલાંક પ્રશ્નો કર્યા. જરથુષ્ટ્રને પણ પૂછવામાં આવ્યું કે “તારી શી મહેચ્છા છે?” અને તેમણે જવાબ આપ્યો કે “પવિત્ર જિંદગી જીવીને વધુને વધુ પવિત્રતા હાંસલ કરવાની મારી મહેચ્છા છે.” સાક્ષાત્કાર પછી નિવૃત્તિમય જીવન જીવવાને બદલે જરથુષ્ટ પવિત્રતાનો સંદેશ ફેલાવવાની પ્રવૃત્તિ આદરી, કારણ કે માનવજાતિ પ્રત્યેની ફરજ બજાવવા તેમણે કમર કસી હતી. સમાજમાં પાછા ફરીને તેમણે મિથ્યા વ્રતો, નિયમો ને રિવાજોની ટીકા કરી. પશુહત્યાનો વિરોધ કર્યો. પ્રાચીન ધર્મનાં સારાં પાસાંને જાળવી ખોટાંને રદ કરી નવી વિચારધારા, નવાં સત્યો જે તેમને સાક્ષાત્કારમાંથી સાંપડ્યાં હતાં, તેમને ઉપદેશવા તેમણે છેક સીસ્તાન સુધી મુસાફરી કરી." તેમને તો ઘર, મહોલ્લા, ગામ, દેશ અને પછી મુકોમાં ધર્મ પ્રસરાવવો હતો. જરથુષ્ટ્ર વ્યવહારુ બુદ્ધિનો ઉપયોગ કર્યો અને જો રાજકુટુંબ પોતાનો ધર્મ સ્વીકારે તો એ ધર્મ ઝડપથી પ્રજા સ્વીકારે એમ માની તેમણે બખના રાજા ગુસ્તાસ્પ પાસે જવાનું નક્કી કર્યું. દશ વર્ષે તેમને મેદ્યોમા પ્રથમ શિષ્ય મળેલો. આ ઉપરાંત કૂશોરકાર અને જામાસ્પ પણ તેમના શિષ્યો થયા હતા. રાજા ગુસ્તાસ્પનો ઘોડો માંદો પડ્યો હતો. જરથુષ્ટ્ર શરત મૂકી જણાવ્યું કે “હું જો એ ઘોડાને સાજો કરું તો રાજકુટુંબે હું જે ધર્મ ઉપદેશું છું તેનો સ્વીકાર કરવો.” રાજાએ એ શરત સ્વીકારી અને ઘોડો સાજો થતાં રાજકુટુંબે આ ધર્મ અંગીકાર કર્યો. રાજાએ સ્વીકારેલા ધર્મને પ્રજા પણ ઝડપથી સ્વીકારે એ સ્વાભાવિક છે અને આમ આ ધર્મનો ખૂબ પ્રસાર થયો. ઈરાન અને તુરાનમાં આ ધર્મ ઝડપથી પ્રસરી રહ્યો હતો તે અટકાવવા તુરાનના રાજા અજાણ્યે યુદ્ધ જાહેર કર્યું. પ્રથમ લડાઈ વખતે ઈરાન જીત્યું પણ બીજી વખતે ઈરાનની હાર થઈ. તે સમયે તુરબરાસુર નામના દુષ્ટ માણસે જરથુષ્ટ્રને માર્યા. આનંદશંકર ધ્રુવ કહે છે કે, “આ બનાવ જરથુષ્ટ્ર ધર્મોપદેશ આપવાનું શરૂ કર્યા પછી ૪૭મે વર્ષે, એટલે જરથુષ્ટ્રના ૭૭મા વર્ષે બન્યો.” Page #159 -------------------------------------------------------------------------- ________________ 148 જગતના વિદ્યમાન ધર્મો જરથોસ્તી ધર્મનાં શાસ્ત્રો : આનંદશંકર ધ્રુવ કહે છે તેમ જરથોસ્તી ધર્મને લગતાં મૂળ પુસ્તકો ચાર ભાષામાં છે : અવતા, પહેલવી, પાજંદ અને ફારસી, તેમાં અવતાનાં પુસ્તકો સૌથી જૂનાં છે. એ પુસ્તકો સાધારણ રીતે “જંદ અવસ્તા’ને નામે ઓળખાય છે. જેમ વેદની કેટલીક શાખા નષ્ટ થઈ ગયેલી કહેવાય છે, તેમ અવતાનો પણ કેટલોક ભાગ નાશ પામેલો કહેવાય છે. નાશ પામતાં રહેલા અપસ્તાના ચાર ભાગ છે : 1. યજગ્ને; 2. વિસ્પરદ; 3. વંદીદાદ; 4. ખોર્દેહ અવસ્તા....૮ 1. યજગ્ને? આ 72 હા (પ્રકરણો)માં લખાયેલ સાહિત્ય છે. તેમાં અહુરમઝદની સ્તુતિ છે. અહુરમઝદના પ્રતીક આતશ (અગ્નિ), માઝદસ્ની દીન, હોમ, આરમાઈની વગેરેનાં લખાણ છે. આમાં જ “ગાથા'નો સમાવેશ થાય છે; જેનો અર્થ છે “ગાવું'. ગાથા જરથુષ્ટ્ર રચિત છે. તેથી અત્યંત પવિત્ર અને આદરણીય ગણાય છે. જેમ શ્રીમદ્ ભગવદ્ગીતા એ મહાભારતનો એક ભાગ છે તેમ ગાથા યશ્ન (યજશ્ન)નાં 72 પ્રકરણોમાંનો એક ભાગ છે. ગાથાનો અનુવાદ કરવો એ ઘણું કપરું કામ છે એમ કાવસજી કાંગા કહે છે. છતાં એ કપરું કામ તેમણે કર્યું છે. ““ગાથા બા માએની”ને નામે ગાથાનો ગુજરાતી અનુવાદ તેમણે કર્યો છે, જેનો એક ઉતારો જોઈએ. અએ મિજલસના સાહેબો, સહુથી પહેલાં હું દુનિયાના બે મીનો વિશે જાહેર કરું છું, જેમાંના આબાદી કરનાર મીનોએ આ પ્રમાણે કહ્યું - નથી આપણા વિચારો નથી આપણી શિખામણો, નથી આપણી અક્કલ, નથી આપણી રીતભાત, નથી આપણાં કામો, નથી આપણાં અંતઃકરણ એકબીજાને મળતાં આવતાં.” 2. વીસ્પરદ: વિસ્પ (સંસ્કૃત : વિશ્વ) = સઘળાં અને રતુ (સંસ્કૃત : ઋતુ) = ઋતુ પરથી આ શબ્દ બન્યો છે, જેનો અર્થ છે, બધી 29તુઓને પ્રસંગે ભણવાનાં શાસ્ત્રો. આ ગ્રંથમાં સદ્ગુરુનું વર્ણન છે. પવિત્રતા, જ્ઞાન, તંદુરસ્તીના ગુણોનાં ખાસ વખાણ છે. 3. વંદદાદઃ વંદીદાદમાં દએવ = દૈત્ય સામેના કાયદાઓ છે. પવિત્રતા શામાં છે, ધર્મગુરુ કોને ગણવા, શિક્ષાપાત્ર કોને ગણવા વગેરેના કાયદાઓની ચર્ચા છે. ધાર્મિક, નૈતિક અને સામાજિક નિયમો પણ તેમાં જોવા મળે છે. 10 Page #160 -------------------------------------------------------------------------- ________________ જરથોસ્તી ધર્મ 149 4. ખોર્દેહ અવસ્યા : આ રોજની પ્રાર્થના માટે જેમનો ઉપયોગ થઈ શકે તેવા મંત્રોનો સંગ્રહ છે. આમ ખોર્દેહ અવસ્તા એ અવસ્તાનો ખુર્દો કે નાના અવસ્યા છે. 11 તાત્ત્વિક સિદ્ધાંતો : પ્રો. દાવર કહે છે કે, “અમારો ધર્મ જેટલો નીતિપ્રધાન છે તેટલો તત્ત્વચિંતનપ્રધાન નથી. એનામાં ફિલસૂફી છે પણ તે હિન્દુ ધાર્મિક ફિલસૂફી જેટલી ઊંડી નથી. અમારો ધર્મ સહેલો, સાદો, વ્યવહારુ છે.”૧૨ આમ છતાં જરથોસ્તી ધર્મમાં નીચેના તાત્ત્વિક સિદ્ધાંતો સ્પષ્ટ રીતે સ્વીકારાયા છે. 1. એકેશ્વરવાદ : જરથોસ્તી ધર્મ એક જ ઈશ્વરમાં માને છે, જેને તે અહુરમઝદના નામે ઓળખાવે છે. મઝદ = જ્ઞાની અને અહુર = અસ્તિત્વનો દાતા. આમ, અહુરમઝદ એટલે “મહાજ્ઞાની અસ્તિત્વનો દાતા.” ગાથામાં અહુરમઝદનું નીચે મુજબનું વર્ણન છે. “અહુરમઝદ મહાજ્ઞાની છે. તે પોતાની વાણીથી શબ્દ શીખવે છે. પોતાના હાથે શુભ-અશુભને વહેંચે છે. સ્વર્ગીય દુનિયામાં રહે છે. તે માત્ર પર નથી, અંતર્યામી પણ છે. તેણે વિશ્વ સજર્યું, પ્રકાશ સજર્યો, વોટુમન (ભલું મન), અરમાઈતી (પવિત્રતા), અમરતાન (અમરતા) સર્યો. તે આકાશને પડતું બચાવે છે. પાણી અને વૃક્ષોને સર્જે છે. મનુષ્યને સ્વતંત્ર બુદ્ધિશક્તિ આપે છે.”૧૩ દસ્તૂર ધોલા જણાવે છે કે ““ગાથામાં જરથુષ્ટ્ર જાણીજોઈને જ અન્ય દૈવી તત્ત્વોનો ઉલ્લેખ નથી કર્યો. દાદુર અહુરમઝદ સિવાય બીજા કોઈ ઈશ્વર નથી. એ જ એનો અર્થ હોવો જોઈએ.”૧૪ 2. કર્મનો સિદ્ધાંતઃ જરથોસ્તી ધર્મ પ્રવૃત્તિનો પુરસ્કર્તા ધર્મ છે. આ ધર્મ માણસને ભાગે આવેલું કર્મ આનંદ અને શુભકામનાથી બજાવવા પર ભાર મૂકે છે. “સત્કર્મોનું સારું ફળ અને ખરાબ કર્મોનું ખરાબ ફળ' એમ આ ધર્મ પણ માને છે. રોજિંદા કર્મો તો કરવાનાં જ પણ પવિત્રતા અને ભલાઈનાં કર્મો ખાસ કરવાનાં એમ આ ધર્મ જણાવે છે. મનુષ્ય કર્મ કરવાને સ્વતંત્ર છે અને તેનાં સ્વતંત્ર રીતે કરેલાં કર્મો જ પરિણામ માટે જવાબદાર છે. યગ્ન ૪૩-૧૬માં જરથુષ્ટ્ર સ્પષ્ટપણે જણાવ્યું છે કે કર્મ પ્રમાણેનું ભાવિ ઈશ્વર નિર્માણ કરે છે. 3. જીવાત્માની મરણોત્તર અવસ્થા : જરથોસ્તી ધર્મમાં પુનર્જન્મનો ખ્યાલ આપવામાં આવ્યો નથી પણ મરણોત્તરઅવસ્થાનો ખ્યાલ આપવામાં આવ્યો છે. કર્મ પ્રમાણે સ્વર્ગ અને નર્કનો ખ્યાલ પણ આ ધર્મ આપે છે. જેણે સત્કૃત્યો કર્યા છે તે સ્વર્ગીય (મિનોઈ) દુનિયામાં જશે અને ખરાબ કર્મ કરનાર નરક (દોજખ)માં જશે એમ આ ધર્મ માને છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ 15) જગતના વિદ્યમાન ધર્મો આ ધર્મ પ્રમાણે સ્વર્ગ નરક કાયમનાં નથી. નવસર્જન થાય ત્યાં સુધી જ સ્વર્ગ નરક છે. મહાપાપીને પણ અહુરમઝદે નવસર્જન વખતે પાપમાંથી મુક્ત કર્યો હશે એવી આ ધર્મની માન્યતા છે. જરથુષ્ટ્ર ધર્મમાં સ્વર્ગમાં સુખ અને નરકમાં દુઃખના ઉલ્લેખો છે પણ મૃત્યુ પછી પુનઃ શરીર ધારણ કર્યા સિવાય આ સુખ-દુ:ખનો અનુભવ જીવાત્મા કેવી રીતે કરે છે તેની સ્પષ્ટતા નથી. કદાચ લુપ્ત થયેલા કેટલાક સાહિત્યમાં એનો ખ્યાલ હોય તો પણ પાછળથી પહેલવીમાં લખાયેલા સાહિત્યમાં પણ એનો ઉલ્લેખ નથી. પ્રો. દાવર જણાવે છે કે, “જરથુસ્તી ધર્મ પ્રમાણેની જીવનમરણની ફિલસૂફીની રચના જ એવી છે કે તે મુજબ પુનર્જન્મને એમાં સ્થાન હોઈ શકે નહિ. જરÚતી ધર્મશાસ્ત્રોના આધારભૂત તરજુમાઓ ધ્યાનથી વાંચતાં જ પુનર્જન્મનો મહાન સિદ્ધાંત આ ધર્મમાં નથી જ, એવા અનુમાન પર આવવું પડે છે.”૧૫ નૈતિક સિદ્ધાંતો : જરથોસ્તી ધર્મના મુખ્ય નૈતિક સિદ્ધાંતો નીચે પ્રમાણે છે : 1. પવિત્રતાનો સિદ્ધાંત : નૈતિક સિદ્ધાંતો વર્તનને લગતા સિદ્ધાંતો છે. કોઈક ઉપદેશક સત્યને, કોઈક અહિંસાને, કોઈ પ્રામાણિકતાને, કોઈ જ્ઞાનને મહત્ત્વ આપે છે. પ્રો. વાડિયા જણાવે છે કે સોક્રેટિસે આત્માને ઓળખવાનો આદેશ આપ્યો છે, બુદ્ધ તૃષ્ણાત્યાગનો, મહમ્મદ પયગંબરે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનો તેમ જરથુષ્ટ્ર “તું તારી જાતને પવિત્ર બનાવ” એવો ઉપદેશ આપ્યો. 16 જરથોસ્તી ધર્મ કહે છે, “જે કોઈ પવિત્ર થવા માટે, શુદ્ધ વાણી માટે, પવિત્ર કાર્ય માટે પ્રાર્થના કરે છે તે સ્વર્ગને પામે છે.”૧૭ પવિત્રતામાં “સત્યના ફાળા અંગે આ ધર્મે ઘણું કહ્યું છે. સત્યનો માર્ગ ગ્રહણ કરવો ઉત્તમ છે, કારણ કે તેનાથી મનુષ્યજગતની આબાદી વધે છે. સત્ય બોલનારને ભય હોતો નથી. “એ જ દાનત સૌથી ઉત્તમ છે જે દુનિયામાં પવિત્રતા વધારે અને કાર્ય અને વાણીની સત્યતા ઇચ્છે.” “પુણ્ય અને સત્ય ઉપકારી છે અને જે સત્ય વાક્યનો પ્રયોગ કરે છે તે પણ અશો (પવિત્ર) અને શ્રેષ્ઠ છે.”૧૯ પવિત્રતા શુભ વાણી, શુભ કર્મ, શુભ ઇચ્છા, શુભ હૃદય, દાનવૃત્તિ, નમ્રતા, અક્રોધ, ધીરજ, સમભાવ વગેરેથી પ્રાપ્ત થાય છે, એટલે કે અહુરમઝદને ગમે તેવું વર્તન કરવામાં જ પવિત્રતા રહેલી છે. 20 પવિત્રતા અને સત્ય જ્યાં હોય ત્યાં આનંદ પણ હોય જ. જરથોસ્તી ધર્મની એ ખાસિયત છે કે તે “આનંદને અત્યંત મહત્ત્વનું સ્થાન આપે છે. તેનાં શાસ્ત્રોમાં મનુષ્યનો આનંદ શામાં રહેલો છે તેની ખૂબ જ ચર્ચા છે. જરથુષ્ટ્ર અહુરમઝદને પૂછે છે કે આનંદ શામાં રહેલો છે અને અહુરમબદને જણાવે છે કે ભલાઈના પ્રત્યેક કાર્યમાં Page #162 -------------------------------------------------------------------------- ________________ જરથોસ્તી ધર્મ 151 આનંદ રહેલો છે. સ્વ અર્થે કરેલાં કર્મો કરતાં અન્યને માટે કરેલાં કર્મોમાંથી વધારે આનંદ મળે છે એમ આ ધર્મ માને છે. જગતમાં પવિત્રતાની અભિવૃદ્ધિ થાય તે માટે જરથોસ્તી ધર્મ (1) મનન્ની (સુવિચાર),(૨) ગવપ્ની (સારી વાણી) અને (3) કુનગ્ની (સત્કર્મો) એ ત્રણ પર ખૂબ ભાર મૂકે છે. “ઈશ્વરનો જપ, પ્રાર્થના કરનાર વાણી સુંદર વાણી છે, ઉપકાર એ સારું કામ છે અને પર-ઉપકારનો વિચાર એ સારો વિચાર છે.”૨૧ સારા વિચાર કરનારનો સાથી છું, ખરાબ વિચાર કરનારનો નહીં, હું સારું બોલનારનો સાથી છું, ખરાબ બોલનારનો નહીં, હું સારું કામ કરનારનો સાથી છું, ખરાબ કામ કરનારનો નહીં.”૨૨ 2. પુરુષાર્થનો સિદ્ધાંત : આ ધર્મ પુરુષાર્થમાં માને છે. અહુરમઝદ જરથુષ્ટ્રને કહે છે, “હે સ્પીતમ જરથુષ્ટ્ર! જે માણસ પોતાના ડાબા અને જમણા હાથથી પૃથ્વીને ખેડે છે તેને પૃથ્વી કહે છે : “હે મનુષ્ય ! તું મને ડાબા અને જમણા હાથથી ખેડે છે માટે હું તને બધી જ જાતનો ખોરાક આપીશ. પુષ્કળ અનાજ પેદા કરીશ.” "23 પ્રો. દાવર કહે છે કે, “જરથુસ્તી દૃષ્ટિ પ્રમાણે કાર્યો કરવાં, નિષ્કામ શ્રેયનાં કાર્યો કરવા અને જીવનના અંત સુધી પ્રભુમય જીવન ગાળતાં વૃદ્ધાવસ્થામાં પણ બને ત્યાં સુધી શુભ કાર્યો કર્યે રાખવાં.”૨૪ 3. સ્વચ્છતાનો સિદ્ધાંત : જરથોસ્તી ધર્મ સ્વચ્છતાનો આગ્રહી છે. જેમ પવિત્ર વિચારો અને પવિત્ર વાણી તથા વર્તન દ્વારા સ્વચ્છ નિર્મળ ચારિત્ર્યનો આગ્રહ છે તેમ શરીરશુદ્ધિ અને ઘર, શેરી, કૂવા વગેરેની શુદ્ધિનો પણ આગ્રહ આ ધર્મ રાખે છે. ટૂંકમાં જે આપણે ઉપયોગમાં લઈએ છીએ તે સર્વ વસ્તુઓ શુદ્ધ હોવી જોઈએ, કારણ કે અસ્વચ્છ વસ્તુઓનો ઉપયોગ કરે તે મનુષ્ય પવિત્ર નથી એમ આ ધર્મ માને છે. આથી તેમાં નીચેની આજ્ઞાઓ આપવામાં આવેલી છે : (1) “કેટલીક નાશ પામેલી વસ્તુઓ જમીન પર હોય છે, તેની આસપાસ ફરવું નહીં.”૨૫ (2) “પાણીમાં હાડકાં, વાળ, મરેલાં જાનવર, ચરબી વગેરે નાંખવા નહીં.”૨૬ (3) “ગંદા, અંધારા કૂવાનું પાણી વપરાશમાં લેવું નહીં. આમ કરનાર નીતિથી વર્તે તોપણ તેને પાપ લાગે છે.”૨૭ Page #163 -------------------------------------------------------------------------- ________________ 152 જગતના વિદ્યમાન ધર્મો સ્વચ્છતાના આ આગ્રહને લીધે જ પારસીઓ શબને દાટતા કે બાળતા નથી, માંસાહારી પક્ષીઓને ખાવા દે છે, કદાચ સ્વચ્છતા સાથે મૃત્યુ પછી પણ પરોપકાર કરવાનો ખ્યાલ આમાં સમાયેલો છે. સંક્ષેપમાં, જરથોસ્તી નીતિનો ખ્યાલ પ્રો. દાવરના શબ્દોમાં જોઈએ તો, “અમારા ધર્મમાં પહેલું સ્થાન સત્યને મળે છે. કૉલકરારનું પાલન, પાકદિલી, ન્યાયબુદ્ધિ, પ્રામાણિકપણું, ડહાપણ ને મર્યાદાશીલતાને પણ વખાણવામાં આવ્યાં છે. જ્યારે અસત્ય, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અભિમાન અને આળસનો તિરસ્કાર કરવામાં આવ્યો છે. સુખના વખતમાં શાન્તિ અને સંયમ અને આપત્તિના સમયમાં વૈર્ય અને સંપૂર્ણ ઈશ્વપ્રણિધાન રાખવાનું ફરમાવવામાં આવ્યું છે. વડીલો પ્રત્યે માન અને ગરીબો પ્રત્યે પ્રેમ રાખવાનો બોધ આપવામાં આવ્યો છે.૨૮ ભક્તિભાવના અને તેની અભિવ્યક્તિ: જરથોસ્તી ધર્મનાં પુસ્તકો જોતાં તેમાં ઈશ્વર, તેના ગુણો, તેના ફિરતાઓ, તેનાં પ્રતીકો વગેરેની સ્તુતિ જોવા મળે છે. પરમેશ્વર સાથેનો નિકટ સંબંધ ભક્તિભાવનાથી સ્થપાય છે અને ઉત્તમ ભક્તિ ઉત્તમ કાર્યો વિના નકામી છે અથવા શકય જ નથી એમ આ ધર્મ માને છે. આથી જ, પશુહત્યા, બલિદાન વગેરેથી કરવામાં આવતી ઈશ્વરસ્તુતિને સ્થાને જરથુષ્ટ પવિત્ર મન, પવિત્ર કર્મ, પવિત્ર વાણી દ્વારા થતી સ્તુતિ મહત્ત્વની ગણી. ભક્ત પોતે કેવી રીતે વર્તશે અને કેવી રીતે નહીં વર્તે તે પણ જરથોસ્તી ભક્ત પ્રાર્થના વખતે અહુરમઝદને જણાવે છે. જેમકે, તે સંઘર્ષ, અસત્ય વગેરેથી દૂર રહેશે અને સત્કર્મ કરશે. આવા શુભ સંકલ્પ સાથે તે પરમાત્માના મહિમાનું નીચેની રીતે ગાન કરે છે : ઓ અષો અહુરમઝદ ! આ સમસ્ત વિશ્વમાં નજરે પડતા અષોઈના કાયદાનો પિતા તારા સિવાય કોણ છે ? આ સૂર્ય અને તારાઓને પોતપોતાને માર્ગે ચાલવાનું તારા સિવાય કોણે નીમી આપ્યું છે? આ ચન્દ્રના ચળકાટમાં તારા સિવાય કોનાથી વધઘટ થાય છે ? આ પૃથ્વીને તારા વિના કોણે અદ્ધર ટેકવી રાખી છે? પવન ને વાદળાં જોડીને તેને આવી રીતે ઝડપથી ઊડતાં કોણે કર્યા છે? આ જગતમાં જ્યાં જોઈએ ત્યાં ઉત્તમ ડહાપણ દેખાય છે તે તારું નહીં તો કોનું છે? તેજ અને અંધકાર, નિદ્રા અને જાગૃતિ રચવામાં તારી કરામત કેટલી બધી છે?”૨૯ અગ્નિ : જરથોસ્તી ધર્મમાં અહુરમઝદના પ્રતીક અગ્નિ(આતશ)નું અત્યંત મહત્ત્વનું સ્થાન છે. જરથોસ્તીઓ અગ્નિ અને અગ્નિને કારણે જેમાં પ્રકાશ છે તેવાં સૂર્ય જેવાં Page #164 -------------------------------------------------------------------------- ________________ જરથોસ્તી ધર્મ 153 તત્ત્વોની નીચેની રીતે પ્રાર્થના કરે છે : અહુરમઝદની તમામ ચીજોને પવિત્ર કરનાર આતશ તારું અને અન્ય તમામ આતશોનું હું ઇજન કરું છું.”30 “પ્રિય, સહુથી વધુ તેજવાળા અસ્તિત્વના સરદાર અહુરમઝદના આતશને હું યાદ કરું છું.”૩૧ અહુરમઝદની પવિત્રતાનો પરિચય અગ્નિ દ્વારા આપણને પૃથ્વી પર જ થાય છે. અગ્નિ વસ્તુઓને સ્વચ્છ કરે છે. યજગ્નના ૬૨મા હા (પ્રકરણોમાં અહુરમઝદે ઉત્પન્ન કરેલ સર્વ ચીજોને પવિત્ર કરનાર, હિંમત આપનાર આતશ પાસે સુખ, દીર્ધાયુ, ડહાપણ, શક્તિ, આબાદી વગેરેની માગણી કરવામાં આવી છે. અગ્નિના ઉપર્યુક્ત મહત્ત્વને કારણે આ ધર્મમાં અગ્નિમંદિરોનું વિશેષ મૂલ્ય છે. અગ્નિમંદિરોમાં અગ્નિ પ્રજ્વલિત રાખવામાં આવે છે. તેના પર સુગંધી દ્રવ્યો છાંટવામાં આવે છે. જરથોસ્તીઓ પોતાના ઘરમાં પણ આતશ-અગ્નિ-ને પ્રજ્વલિત રાખે છે અને તેની પૂજા કરે છે. અહીં પ્રશ્ન એ છે કે શું પારસીઓ અગ્નિપૂજક છે? આ પ્રશ્નના ઉત્તરરૂપે પ્રો. દાવર કહે છે કે, “ઘણી વાર કોઈ મૂર્તિને જ દેવ કે દેવી ગણવામાં આવે છે. અગ્નિને આવા અર્થમાં જરથોસ્તી ધર્મમાં સ્વીકારવામાં આવ્યો નથી. અગ્નિ અહુરમઝદ નથી અહુરમઝદનું પ્રતીક છે.”૩૨ વૈરાગ્યભાવના : જરથોસ્તી ધર્મની વૈરાગ્યભાવનાનું રૂપ જુદું છે. ગૃહસ્થી રહીને પણ વૈરાગ્યવૃત્તિ કેળવી શકાય એમ આ ધર્મ માને છે. આ ધર્મ સંસારત્યાગની વિરુદ્ધ છે, પણ ત્યાગભાવનાની વિરુદ્ધ નથી. અહુરમઝદે જરથુષ્ટ્રને કહ્યું છે કે, “હે સ્પીતમ જરથુષ્ટ્ર! જે માણસ પરણેલો છે તે અપરિણીત કરતાં વધારે સારો છે. જે ગૃહસ્થી છે તે ગૃહ વિનાના કરતાં વધારે સારો છે.૩૩ આનો અર્થ એ કે આ ધર્મ લગ્નને સંયમી અને સંસ્કારી કર્મ ગણે છે. ગૃહસ્થ જીવનમાં પવિત્ર કર્મો માટે તંદુરસ્તી આવશ્યક છે, તેથી આ ધર્મ ઉપવાસને મહત્ત્વ આપતો નથી; હાથ-પગ ચાલે ત્યાં સુધી પ્રવૃત્તિ કરવી જ એમ આ ધર્મ કહે છે. આળસ એ ખરાબ વર્તન તો છે જ પણ ખરાબ વિચાર માટે મુખ્ય કારણ છે. તેથી પ્રવૃત્તિમય જીવન જ શ્રેષ્ઠ છે એમ આ ધર્મ માને છે. વળી સંન્યાસીઓની જવાબદારી સમાજે ઉઠાવવી પડે છે એ કારણથી પણ આ ધર્મ સંન્યસ્તને અનુમોદન આપતો નથી. આમ, આસક્તિથી સભર ગૃહસ્થી જીવન નહીં અને આસક્તિત્યાગ માટે સંસારત્યાગ નહીં, પણ સંસારમાં રહીને જ આસક્તિત્યાગ એવી વૈરાગ્યભાવના આ ધર્મમાં છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ 154 જગતના વિદ્યમાન ધર્મો ઉપસંહાર : જરથોસ્તી ધર્મના તાત્ત્વિક, નૈતિક, ભક્તિપરક અને વૈરાગ્યને લગતા વિચારો જોતાં એ સ્પષ્ટ થાય છે કે આ ધર્મ ગૂઢ તત્ત્વજ્ઞાનને બદલે સર્વજનસુલભ એવા પવિત્રતાના માર્ગનો ઉપદેશ કરે છે. પવિત્રતાની વૃદ્ધિ કરનારાં સત્કર્મોને લગતી આજ્ઞાઓ પાળવાથી માણસ આ લોક અને પરલોકમાં સુખી થાય છે એવી દઢ શ્રદ્ધાના પાયા પર આ ધર્મ રચાયેલો છે. જરથોસ્તીશાસ્ત્રોનો ઉદ્ઘોષ છે કે, ““હે મનુષ્યો ! આ ઉત્તમ આજ્ઞાઓ જે મહાજ્ઞાની ખુદાએ આપી છે તે તમે શીખો : અને દુઃખ તથા સુખના આ નિયમો તમો ધ્યાનમાં રાખો કે ભૂંડાઓને માટે લાંબુ સંકટ તથા અષો (પવિત્ર)ને વાસ્તુ ખરું કલ્યાણ નિર્માયેલું છે અને એ જ કાયદા મુજબ ઉત્તમ સુખ પ્રાપ્ત થઈ શકશે."૩૪ Page #166 -------------------------------------------------------------------------- ________________ જરથોસ્તી ધર્મ 1 55 સંદર્ભસૂચિ vy નિલા જ. જોષી, જરથુષ્ટ્ર દર્શન, પૃ. 3 2. તારાપોરવાળા એચ જહાંગીર સોરાબજી, અષો જરથુષ્ટ, પૃ. 4 આનંદશંકર બા. ધ્રુવ, ધર્મવર્ણન, પૃ. 172 એજન, પૃ. 172 એજન, પૃ. 173 એજન, પૃ. 173 7. એજન, પૃ. 169 8. એજન, પૃ. 169-17) કા. એ. કાંગા, ગાથા બા માએની, પૃ. 130 નોંધ : આ ગુજરાતી અનુવાદ ૧૮૯૫માં થયેલો છે. 10. જુઓ : કા. એ. કાંગા (અનુવાદક), વંદીદાદ 11. આનંદશંકર બા. ધ્રુવ, ધર્મવર્ણન, પૃ. 170 12. ફિ. કા. દાવર, ઈરાનનો ચિરાગ, પૃ. 18 13. આશ્રવત, નીરંગ-ઈ-દીન, પૃ. 35 14. દસ્તૂર બાલા, History of Zoroastrianism, P. 30 15. ફિ. કા. દાવર, જરથુષ્ટ્ર દર્શન, પૃ. 82-83. 16, જુઓ : વાડિયા, Message of Zoroaster 17. શ્રી નારાયણ હેમચંદ્ર (સંગ્રહકર્તા), જરથોસ્ત ધર્મનીતિ, પૃ. 25 18. એજન, પૃ. 26 19. એજન, પૃ. 26 (નોંધ : ફૂટનોટ 17, 18, ૧૯-ના સંદર્ભના ગુજરાતીનો અર્થ એ જ છે. ભાષા આધુનિક કરીને મૂકી છે. મૂળમાં થોડોક જ ફેરફાર કર્યો છે.) 20. શ્રી નારાયણ હેમચંદ્ર (સંગ્રહકર્તા), જરથોસ્ત ધર્મનીતિ, પૃ. 10 21. એજન, પૃ. 24 22. એજન, પૃ. 34 23. આનંદશંકર બા. ધ્રુવ, ધર્મવર્ણન, પૃ. 186 Page #167 -------------------------------------------------------------------------- ________________ 156 જગતના વિદ્યમાન ધર્મો 24. ફિ. કા. દાવર, જરથુષ્ટ્ર દર્શન, પૃ. 62 25. શ્રી નારાયણ હેમચંદ્ર (સંગ્રહકર્તા), જરથોસ્ત ધર્મનીતિ, પૃ. 34 26. એજન, પૃ. 34 27. એજન, પૃ. 34 28. ફિ. કા. શાવર, ઈરાનનો ચિરાગ, પૃ. 16 29. આનંદશંકર બા. ધ્રુવ, ધર્મવર્ણન, પૃ. 183-184 30. યજગ્ન, હા 1 ફ. 16-12 31. એજન, હા 13 ફ. 4-2 32. ફિ. કા. શાવર, જરથુષ્ટ્ર દર્શન, પૃ. 98 33. આનંદશંકર બા. ધ્રુવ, ધર્મવર્ણન, પૃ. 186 34. એજન, પૃ. 185-186 Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૦ યહૂદી ધર્મ - ઉમેશકુમાર યાજ્ઞિક 1. ઉદ્ધવ અને વિકાસ ? ભાષાની દૃષ્ટિએ જગતના લોકોનું વર્ગીકરણ કરતાં આર્યો, સેમેટિક, મોંગોલિયન અને નિગ્રો એમ ચાર પ્રકાર પડે છે. સેમેટિક પ્રજા મુખ્ય ત્રણ ધર્મો પાળે છે : યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ. આ ત્રણ ધર્મોમાં યહૂદી ધર્મ પેલેસ્ટાઈન અને તેની આજુબાજુના પ્રદેશોમાં વસતી સેમેટિક જાતિનો પુરાણો ધર્મ છે. પેલેસ્ટાઇનની આજુબાજુમાં રહેતી એ પ્રજાને હિબ્રુ અગર યહૂદી કહેવામાં આવે છે. આ પ્રજાનો ધર્મ તે યહૂદી ધર્મ. ઇજિપ્તના રાજાના અમાનુષી જુલમોમાંથી યહૂદીઓને છોડાવીને પયગંબર મોઝીઝ તેમને પેલેસ્ટાઈનમાં લઈ આવ્યા ત્યારથી પેલેસ્ટાઈન યહૂદી ધર્મની માતૃભૂમિ અને જેરુસલેમ તેમનું મુખ્ય યાત્રાધામ બન્યું. જોકે યહૂદી પ્રજા તેની માતૃભૂમિમાં રહી તેના કરતાં વધારે સમય પરદેશમાં રખડતી-ભડકતી હાલતમાં રહી છે. આ પ્રજાએ અનેક પ્રકારની યાતનાઓ સહી છે, તેમ છતાં ધાર્મિક શ્રદ્ધાના બળે આ પ્રજા અનેક ઝંઝાવાતો સામે સદીઓ સુધી ટક્કર ઝીલી શકી છે. યહૂદી લોકો જુદી જુદી ટોળીઓમાં વસતા હતા. બેદૂઈન લોકોની માફક તેઓ પણ ભટકતું જીવન ગાળતા હતા. પશુપાલનનો વ્યવસાય ધરાવતી આ ટોળીઓ ઘાસચારાની શોધમાં પેલેસ્ટાઈનમાં ઈ.સ. પૂ. 1400 અને ૧૨૦૦ની આસપાસ ઊતરી આવી હોય તે બનવાજોગ છે. આવી અનેક ટોળીઓ હતી. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ લખે છે : “વર્તમાન સમયમાં જે શોધો થઈ છે તેને પરિણામે એવું જણાયું છે કે એમને વિવિધ જાતોના વિવિધ દેવો હતા અને અન્ય પ્રજાની માફક યહૂદી લોકો પણ એક વખત જુદા જુદા દેવોની મૂર્તિઓ પૂજતા. અસલ તેઓ આકાશના જ્યોતિઓ-ચંદ્રાદિક-ની ઉપાસના કરતા, ભૂતપિશાચાદિકથી મંદવાડ, મૃત્યુ વગેરે થાય છે એમ માનતા અને એને હાંકી કાઢવા માટે જાદુમન્ટનો ઉપયોગ કરતા. તેઓમાં પ્રાણીપૂજા અને પિતૃપૂજા પણ Page #169 -------------------------------------------------------------------------- ________________ 158 જગતના વિદ્યમાન ધર્મો હતી અને આ જ કારણથી અમુક પ્રાણીનું માંસ પવિત્ર અને અમુકનું અપવિત્ર, અમુકનું ખવાય અને અમુકનું ન ખવાય ઈત્યાદિ વિધિનિષેધ પાળવામાં આવત.” અનેક દેવોમાંના મુખ્ય દેવને “યહોવાહ કહેવામાં આવે છે. યહોવાહનું મુખ્ય સ્થાન “સિનાઈ પર્વત ઉપર છે અને “સિનનો અર્થ ચંદ્ર થાય છે. આથી યહોવાહ ચંદ્રદેવ હશે એમ માનવાનું વજૂદવાળું લાગે છે. આપણે જોઈ ગયાં કે યહૂદી પ્રજા પહેલાં માનતી હતી કે દેવો અસંખ્ય છે, પરંતુ તે બધામાં મુખ્ય દેવ યહોવાહ છે. પરંતુ આગળ જતાં યહોવાહ એકમાત્ર નિત્યસત્ સનાતન પ્રભુ છે એવી માન્યતા યહૂદી ધર્મમાં દઢ બની. આમ, અનેક દેવવાદમાંથી એકેશ્વરવાદ ઉદ્ધવ્યો. આ ધર્મનો કોઈ આદ્ય સંસ્થાપક નથી, પરંતુ આ ધર્મના વિકાસમાં અનેક પયગંબરો અને સંતોએ ફાળો આપેલો છે. યહૂદી ધર્મમાં અબ્રાહમ, મોઝીઝ, એમોસ, હોસિયા, ઇસાઈયાહ, જેરિમિયાહ, એઝેકિયલ વગેરે સંતો થઈ ગયા છે. ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ પણ આમાંના કેટલાકને પોતાના પયંગબરો તરીકે સ્વીકારે છે. યહૂદી ધર્મની દૃષ્ટિએ આ બધામાં મોઝીઝનું સ્થાન સૌથી વધારે મહત્ત્વનું છે. 1. પયગંબર અબ્રાહમ : બાઈબલના જૂના કરારના જેનેસિસમાં અબ્રાહમના જીવન અને કાર્ય અંગેની માહિતી મળી આવે છે. આરબો અને યહૂદીઓ બંને પોતાને અબ્રાહમના વંશજો ગણે છે. તેમજ યહૂદી અને ઇસ્લામ બંને ધર્મમાં તેમની ગણના આદ્ય પયગંબર તરીકે થાય છે. યહૂદી અને ખ્રિસ્તી ધર્મમાં તેમને પ્રભુના મિત્ર અને ભક્તોના પિતા' તરીકે વર્ણવવામાં આવ્યા છે. અબ્રાહમ પોતાના મૂળ વતન ઉર' નામના પ્રદેશને છોડીને પેલેસ્ટાઈનમાં આવીને સ્થિર થયા હતા. ઈશ્વરે તેમની આગળ પ્રગટ થઈને તેમણે કહ્યું : “હું સર્વશક્તિમાન પ્રભુ છું; તું મારી આગળ ચાલ અને પરિપૂર્ણ થાય.”3 અબ્રાહમ પોતે દઢપણે માનતા હતા કે પ્રભુમાં મારી જે શ્રદ્ધા છે તેનાથી જ પૃથ્વી ઉપરના અસંખ્ય માણસોનો હું નેતા થઈશ અને આખા જગતને સુખી કરીશ. આ શ્રદ્ધાના બળે તેમણે આગેવાની લીધી અને લોકોને એકેશ્વરવાદનો ઉપદેશ આપ્યો. 2. મોઝીઝનું જીવન અને કાર્ય : યહૂદી ધર્મના વિકાસમાં પયગંબર મોઝીઝનો ફાળો એક ધર્મસ્થાપક જેટલો મહત્ત્વનો હોવાથી આપણે તેમના જીવન અને કાર્યનો વિસ્તારથી પરિચય મેળવીએ. ઇજિપ્તમાં યહૂદી પ્રજા ગુલામીની દશામાં હતી. ઇજિશિયનો યહૂદીઓ ઉપર અત્યાચાર ગુજારતા હતા. આપણે અગાઉ જોઈ ગયાં છીએ કે યહૂદીઓને Page #170 -------------------------------------------------------------------------- ________________ યહૂદી ધર્મ . ૧પ૯ પોતાનો કોઈ પ્રદેશ ન હતો. તેથી આ પ્રજા જ્યાં જતી ત્યાં તેને પરદેશી ગણવામાં આવતી અને તેના ઉપર ત્રાસ ગુજારવામાં આવતો. ઇજિપ્તમાં વસેલા એક ગરીબ કુટુંબમાં મોઝીઝનો જન્મ થયો. ઇજિપ્તના રાજાએ એવો વટહુકમ બહાર પાડેલો કે કોઈ પણ યહૂદીને ત્યાં પુત્ર જન્મે તો તેને નદીમાં ફેંકી દેવો અને પુત્રી જન્મે તો જીવતી રાખવી અને ઉંમરલાયક થતાં ઇજિશિયન સાથે પરણાવી દેવી આવા સંયોગોમાં મોઝીઝનો જન્મ થયો. મોઝીઝની માતાએ થોડા સમય સુધી પોતાના પુત્રને છુપાવી રાખ્યો, પરંતુ આખરે પકડાઈ જવાની બીકે લાકડાની પેટીમાં બાળકને મૂકી, પેટીને નદીકાંઠાના બરુઓ વચ્ચે મૂકી દીધી. નદીએ નાહવા ગયેલ રાજકુંવરીએ આ પેટી જોઈ. તેમાંથી બાળકની લઈને તે મહેલમાં આવી. બાળકના ઉછેર માટે ધાવ શોધી લાવવા રાજકુંવરીએ દાસીને મોકલી. આ દાસી મોઝીઝની સગી બહેન હતી. ધાવ તરીકે તે મોઝીઝની માતાને તેડી લાવી. આમ, મોઝીઝની માતાએ જ સ્તનપાન કરાવી પોતાના પુત્રને ઉછેર્યો. રાજમહેલમાં ઊછરનાર મોઝીઝ યુવાન થતાં પ્રસંગોપાત્ત યહૂદી ગુલામોની સાથે ભળવા લાગ્યો. યહૂદીઓ પાસેથી તેમને “ભક્તોના પિતા” અને “પ્રભુના મિત્ર” અબ્રાહમની વાતો સાંભળવા મળી. ગુલામી દશામાં સબડતા યહૂદી લોકોની દુર્દશા જોઈને મોઝીઝનું હૃદય ઊકળી ઊઠ્યું. એક યહૂદી ગુલામને એક ઇજિપ્શિયન વિના વાંકે મારી રહ્યો હતો; તે જોઈને મોઝીઝને ગુસ્સો ચડ્યો. ગુસ્સામાં એ ઇજિપ્શિયનનું ખૂન કરી નાખ્યું. નાચીઝ ગુલામ ખાતર ઇજિપ્શિયનનું ખૂન કરવું એ ભયંકર ગુનો હતો. આથી મોઝીઝ ઇજિપ્ત છોડીને રણપ્રદેશમાં ચાલ્યા ગયા. આ એકાંતવાસ દરમિયાન મોઝીઝના દિવસો ચિંતન-મનનમાં પસાર થવા લાગ્યા. ત્યાં તેઓ એક વર્ષ રહ્યા. આ દરમિયાન મોઝીઝે લગ્ન પણ કર્યા. યહૂદી ગુલામોનો ઉદ્ધાર કરવાનો વિચાર મોઝીઝના મનમાં ધીરે ધીરે બળવાન બનતો જતો હતો. એક દિવસ મોઝીઝને સ્વપ્રમાં યહોવાહે-ઈશ્વરે યહૂદીઓનો બચાવ કરવાની આજ્ઞા કરી. આ પછી મોઝીઝે યહૂદીઓના ઉદ્ધારકાર્યને હાથ ધર્યું. - સંત મોઝીઝ ફરી ઇજિપ્ત ગયા. ચિંતન અને સાધનાથી તેમનામાં અપાર મનોબળ પ્રગટ્યું હતું. વળી, ઈશ્વરી આદેશમાં શ્રદ્ધા હોવાથી તેમણે ગુલામી દશામાંથી યહૂદી પ્રજાનો ઉદ્ધાર કરવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું અને તેમાં સફળતા મેળવી. યહૂદી ગુલામોને સ્વતંત્ર કરીને પોતાની સાથે લઈ જવાની સંત મોઝીઝને છૂટ મળી એ કંઈ નાનીસૂની વાત ન હતી. સંત મોઝીઝે યહૂદીઓને વચન આપ્યું : “હું તમને એવા પ્રદેશમાં લઈ જઈશ જ્યાં શાંતિ-સમૃદ્ધિ હશે અને એવો એક ઈશ્વર હશે જે તમારી બધી ઇચ્છાઓ પરિપૂર્ણ કરશે.” યર્દીઓને લઈને મોઝીઝ આગળ ચાલ્યા. તેઓ સિનાઈ પર્વત Page #171 -------------------------------------------------------------------------- ________________ 160 જગતના વિદ્યમાન ધર્મો પાસે આવ્યા. યહૂદીઓએ પૂછ્યું : “અમને બધું આપનારો ઈશ્વર ક્યાં છે?” જવાબમાં મોઝીઝે તેમને સિનાઈ પર્વત બતાવ્યો. મોઝીઝ અવારનવાર સિનાઈ પર્વત પર ચિંતન અને સાધના કરતા હતા. આખરે એક દિવસ એમને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો. એ ઈશ્વરે પોતાની જાતને યહોવાહ તરીકે ઓળખાવી. પોતાને હાથે મોઝીઝને દસ આજ્ઞાઓ લખી આપી અને ખાતરી આપી છે કે તમે સૌ આ આજ્ઞાનું પાલન કરશો તો હું જરૂર તમારી રક્ષા કરીશ. આ રીતે ઈશ્વરે - “યહોવાહે યહૂદી પ્રજા સાથે કરાર કર્યો. આને જૂનો કરાર - Old Testament અને યહોવાહે આપેલી દસ આજ્ઞાઓને Ten. Commandments કહેવામાં આવે છે, જે નીચે પ્રમાણે છે : 1. ઇજિપ્તના બંદીખાનામાંથી તને છોડાવનાર હું તારો પ્રભુ છું. 2. મારા સિવાય કોઈને પણ ઈશ્વર માનીશ નહિ. 3. તારે ખોટી રીતે પ્રભુનું નામ લેવું નહિ. 4. અઠવાડિયાના છ દિવસ તું વ્યાવહારિક ઉદ્યમ કર અને સાતમા વિશ્રાંતિના દિવસે ઈશ્વરભજન કર. 5. તારાં માતાપિતાનું તું માન રાખ. 6. તું ખૂન ન કર. 7. તું વ્યભિચાર ન કર. 8. તું ચોરી ન કર. 9. તું તારા પડોશી વિરુદ્ધ ખોટી સાક્ષી ન પૂર. 10. તું તારા પડોશીની કોઈ પણ વસ્તુનો લોભ ન રાખ. સંત મોઝીઝને ઈશ્વરનો સાક્ષાત્કાર થતાં તેઓ પયગંબર બન્યા. તેમણે યહૂદી પ્રજામાં દસ આજ્ઞાઓનો ઉપદેશ આપવા માંડ્યો. આ ઉપદેશથી યહૂદી પ્રજામાં ધર્મ અને નીતિની સાચી ભાવના પ્રગટી. રખડતી, ભટકતી અને ગુલામી દશામાં સબડતી યહૂદી પ્રજાને નીતિપ્રિય અને સંસ્કારી બનાવવાનું મહાન કાર્ય પયગંબર મોઝીઝે કર્યું. આથી તેમને પ્રથમ પયગંબર માનવામાં આવે છે. જૂના કરારરૂપે રજૂ થયેલી દસ આજ્ઞાઓમાં “એકેશ્વરવાદ' એ પાયાનો સિદ્ધાંત છે. મૂર્તિપૂજાના નિષેધ ઉપરાંત માનવ માનવ વચ્ચે ન્યાયપૂર્ણ અને નીતિમય વ્યવહારનો આદેશ પણ આ આજ્ઞાઓમાંથી મળી રહે છે. અભણ લોકો પણ પોતાની દસ આંગળીઓના ટેરવે ગણીને યાદ રાખી શકે તેવી આ દસ આજ્ઞાઓ માનવીને ધાર્મિક અને નૈતિક જીવન જીવતો કરવા માટે પૂરતી છે. આ દસ આજ્ઞાઓનું મહત્ત્વ સમજાવતાં લૂઈસ બ્રાઉન લખે છે : ““સંક્ષિપ્તતા, વ્યાપકતા, પ્રભાવોત્પાદકતા અને તત્કાલીન યુગનો વિચાર કરતાં ઉચ્ચ નૈતિક ચારિત્ર્યની દષ્ટિએ તેની સાથે સરખામણી કરી શકાય એવું કાંઈ નથી.” 3. યહૂદી ધર્મના અન્ય સંતો : આ સંતોને “પ્રભુની વાણીના ઉદ્દાતાઓ તરીકે વર્ણવવામાં આવે છે. ધાર્મિક શિથિલતામાં સરી પડેલી યહૂદી પ્રજામાં આ સંતોએ પોતાની અસરકારક વાણી દ્વારા નવું બળ પ્રેર્યું છે. તેમના ઉપદેશનો ટૂંક સાર નીચે મુજબ છે : Page #172 -------------------------------------------------------------------------- ________________ યહૂદી ધર્મ 161 1. સંત એમોસ : ઈશ્વરને ભૌતિક ભેટોની કશી પડી નથી. પર્વો અને ઉત્સવો, ધાર્મિક મેળાવડાઓ, પશુઓના બલિદાનો, ગીતો અને વાજિંત્રો વગેરેથી ઈશ્વર પ્રસન્ન થતો નથી. ઈશ્વરને પ્રસન્ન કરવા માટે ન્યાયને પાણીની પેઠે અને નેકીને મહાનદીની પેઠે વહેવા દો. ઈષ્ટને આવકારો, અનિષ્ટને ધિક્કારો અને તમારે દરવાજે ન્યાયનું પ્રસ્થાપન કરો. 2. સંત હોસિયા : જો પાપીઓ પશ્ચાત્તાપ કરશે તો ઈશ્વર તેમને ક્ષમા આપશે. પ્રભુ મનુષ્યોને ચાહે છે માટે મનુષ્યોએ પણ પ્રભુનો પ્રેમ સંપાદિત કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. 3. સંત ઈસાઈયાહ : યહોવાહ સમગ્ર વિશ્વનો નિયામક છે. તે ફક્ત યહૂદીઓનો જ દેવ છે તેવું નથી. પાપકર્મ કરનાર યહૂદીઓને પણ તે સજા કરશે. ઈશ્વરની દેવી યોજનામાં ઈશ્વરીય દયા અને પ્રેમ પ્રગટ થાય છે. પ્રજાનાં પાપો કરતાં વ્યક્તિગત પાપો વધારે લુષિત છે. “જે પાળે તેનો ધર્મ' એ ન્યાયે દરેક વ્યક્તિગત સદાચાર ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. ધર્મ એ આંતરિક બાબત છે, તેમાં બાહ્ય ક્રિયાકાંડની કોઈ જરૂર નથી. ઈશ્વર માનવીના હૃદયને પિછાણીને અને તેને નિયંત્રિત કરીને તેના કર્મફળ અનુસાર માર્ગ સુઝાડે છે.’ 5. સંત એઝેકિયલઃ જે કર્મ કરે છે તે પોતે જ તેનું ફળ ભોગવે છે. પ્રભુ પ્રત્યે વળનાર પાપાત્મામાં ઈશ્વર નવા હૃદયનો અને નવી શક્તિનો સંચાર કરે છે. ઉપરોક્ત સંતોના ઉપદેશથી યહૂદી ધર્મમાં ક્રમિક રીતે વિકાસ થતો ગયો. ટૂંકમાં, ધાર્મિક ચેતનામાં સૂક્ષ્મ વિચારસરણી પ્રવેશી અને પરિણામે બાહ્યાચારકરતાં હૃદયની ભક્તિ અને પવિત્રતા વધારે મહત્ત્વનાં બન્યાં. વિશ્વના અન્ય લોકો પ્રત્યેનું દૃષ્ટિબિંદુ બદલાયું અને સમગ્ર માનવજાત તરફ ભ્રાતૃભાવ કેળવાયો. આમ, સંતોના ઉપદેશના પરિણામે યહૂદી લોકો સમજતા થયા કે યહોવાહ એ માત્ર યહૂદીઓનો જ નહિ, પરંતુ સર્વ પ્રજાનો દેવ છે. જાતિ, દેશ અને કાળના પ્રતિબંધનો ઈશ્વર વિચાર કરતા નથી. આ સર્વશક્તિમાન, સર્વદષ્ટા, સત્યશીલ, સર્જક, નિયામક અને ઉદ્ધારક પરમાત્મા પોતાના અનુચરોને આજ્ઞા આપે છે કે તેમણે આત્માનો ભોગ આપીને તેમજ કષ્ટ સહન કરીને પણ આ પ્રેરક સંદેશનો પ્રચાર કરવો. 2. શાસ્ત્રો: યહૂદી ધર્મનાં શાસ્ત્રો હિબ્રુ ભાષામાં છે. આ ધર્મનો મુખ્ય ગ્રંથ જૂનો કરાર છે. આ ઉપરાંત મિશ્નર અને તાલમૂદ એ બે ગ્રંથો પણ મહત્ત્વના છે. આ ત્રણે ગ્રંથોનો પરિચય મેળવીએ. Page #173 -------------------------------------------------------------------------- ________________ 162 જગતના વિદ્યમાન ધર્મો 1. જૂનો કરાર (Old Testament) : જૂના કરારને હિબૂ બાઈબલ કહેવામાં આવે છે. આ હિબ્રુ બાઈબલમાં વેદસાહિત્યની માફક અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. હિબ્રૂ બાઈબલમાં કુલ ચોવીસ ગ્રંથો છે. જેના મુખ્યત્વે ત્રણ વિભાગ પાડવામાં આવે છે : 1. નિયમગ્રંથો, 2. સંતોના ગ્રંથો અને 3. લેખો. આ બધાં શાસ્ત્રો હિબ્રૂ ભાષામાં છે. માત્ર ડેનિયલનું અડધું પુસ્તક, કેટલાક સરકારી દસ્તાવેજો અને જેરિમિયાહનો એક શ્લોક-એટલે આર્માઇક ભાષામાં રચાયું છે. યદ્યપિ ધર્મગ્રંથોનું વાચન મૂળભાષામાં જ કરવાનો આગ્રહ સેવવામાં આવે છે. આ સમગ્ર સાહિત્ય ખ્રિસ્તી ધર્મના Old Testament ના નામે પ્રચલિત છે. જૂના કરારમાં ઉપર્યુક્ત ગ્રંથોની નવી ગોઠવણી કરીને તેના ઓગણચાલીસ ભાગ પાડવામાં આવ્યા છે. નિયમગ્રંથોમાં જગતની ઉત્પત્તિ, આદમ અને ઇવની વાર્તા, યહૂદીઓના પયગંબરો, યહૂદી ધર્મની પરંપરાઓ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ નિયમગ્રંથોને “તોરાહ” પણ કહેવામાં આવે છે. સંતોનાં ગ્રંથોમાં ઈસાઈયાહ, જેરિમિયાહ, એઝકિયેલ વગેરે સંતોના ઉપદેશને ગ્રંથિત કરવામાં આવ્યો છે, જ્યારે છેલ્લા લેખોમાં ભજનો, કહેવતો, સોલોમનનું ગીત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. - જૂનો કરાર એ માત્ર કાયદો જ નથી પરંતુ તેમાં ઇતિહાસ, કાવ્ય અને દર્શનનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. લગભગ એકાદ હજાર વર્ષની સાહિત્યસાધનાના પરિપાકરૂપે આ ધાર્મિક ગ્રંથ રચાયો છે. ભાવનાનાં ઉત્તમોત્તમ ફળ દર્શાવી, ઈશ્વરભક્તિનો અપાર મહિમા વર્ણવતા આ ગ્રંથમાંથી ખ્રિસ્તી ધર્મને ઘણી પ્રેરણા મળી છે. 2. મિશ્નહ : આ શબ્દનો અર્થ પુનરાવર્તન થાય છે. ઈ.સ. ૨૨૦માં રચાઈ રહેલા આ ગ્રંથમાં યહૂદી પ્રજામાં ઉત્સવો અને વ્રતો, પ્રાર્થનાઓ, કૃષિધારાઓ, ગરીબોના અધિકારો, સ્ત્રીઓ સંબંધી એટલે કે લગ્ન અને છૂટાછેડાના કાયદાઓ, દીવાની અને ફોજદારી કાયદાઓ તેમજ ક્રિયાકાંડની ઝીણામાં ઝીણી વિગતોનું વિસ્તૃત વર્ણન છે. લૂઈસ બ્રાઉન આ ગ્રંથના સંદર્ભમાં કાયદાઓનું સંપાદન કરનારાઓની બુદ્ધિની પ્રશંસા કરે છે. 10 3. તાલમૂદ: આ ગ્રંથનો મુખ્ય વિષય કાયદો છે. જેમાં કૌટુંબિક અને સામાજિક કાયદાઓનો સંગ્રહ છે. આ ઉપરાંત, તેમાં યહોવાહની આજ્ઞાઓ, ધાર્મિક નીતિનિયમો, રીતરિવાજો અને પ્રણાલિકાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ ગ્રંથની સમાપ્તિ પાંચમી સદીમાં થઈ. આ દળદાર ગ્રંથ મુખ્ય છે વિભાગોમાં અને ત્રેસઠ ગ્રંથોમાં વહેંચાયેલો છે. પ્રો.નોસ લખે છે : “આ ગ્રંથમાંથી પ્રેરણા મેળવીને યહૂદી પ્રજા અનેક ઝંઝાવાતો અને આપત્તિઓની સામે મક્કમપણે ટકી શકી છે.”૧૧ Page #174 -------------------------------------------------------------------------- ________________ યહૂદી ધર્મ 163 3. તાત્ત્વિક સિદ્ધાંતો : 1. ઈશ્વરનું સ્વરૂપ અને તેનો જીવ અને જગત સાથેનો સંબંધ ? યહૂદી. ધર્મમાં પરમ તત્ત્વને યહોવાહ કહેવામાં આવે છે. યહૂદી ધર્મના ગ્રંથોને આધારે યહોવાહના સ્વરૂપને નિરૂપવાનો પ્રયત્ન કરીએ.. જૂના કરારની દસ આજ્ઞાઓ પૈકી પહેલી આજ્ઞામાં જ યહૂદી ધર્મનો એકેશ્વરવાદ જોવા મળે છે. ઈશ્વર જગતનો સર્જક છે. ઈશ્વર સચરાચરમાં વસે છે. તારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં ? જો હું આકાશમાં ચઢી જાઉં તો તું ત્યાં છે; જો હું શેઓલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તું જ છે.”૧૨ યહૂદી ધર્મમાં ઈશ્વરનો આકાર માણસના જેવો કલ્પવામાં આવ્યો છે. ડેનિયલના પુસ્તકમાં સિંહાસન પર વિરાજમાન મનુષ્યાકૃતિવાળા ઈશ્વરનું વર્ણન મળી આવે છે. 13 જગત સાથે ઈશ્વરનો સંબંધ સર્જક તરીકેનો છે તે આપણે ઉપર જોઈ ગયાં. જીવો સાથે ઈશ્વરનો સંબંધ ઉદ્ધારક તરીકેનો છે.૧૪ ઈશ્વર હંમેશાં આપણી રક્ષામાં જ હોય છે. ગીતશાસ્ત્રમાં ઘેટાંને ચારનાર પ્રેમાળ ભરવાડની સાથે ઈશ્વરની તુલના કરી છે. યહોવાહ મારો પાલક છે તેથી મને ખોટ પડશે નહિ. તે લીલાં બીડમાં મને સુવાડે છે. તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે. તે મારા આત્માને તાજો કરે છે. પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.”૧૫ ઉદ્ધારકને યહૂદી ધર્મમાં “મસીઆહ' કહેવામાં આવે છે. યહૂદી ધર્મની મેસીઆહ અંગેની માન્યતા હિન્દુ ધર્મની અવતારવાદની માન્યતાને મળતી આવે છે. યહૂદીઓ માને છે કે જ્યારે દુઃખો અત્યંત વધી પડશે ત્યારે “મસીઆહ એટલે કે એક દૈવી ઉદ્ધારક આવશે અને પ્રજાને દુ:ખમાંથી મુક્ત કરશે. આ માન્યતાને લીધે યહૂદી પ્રજા અનેક પ્રકારનાં રાજકીય અને કુદરતી દુઃખોનો હિંમતપૂર્વક સામનો કરી શકી, એટલું જ નહિ, તેમના જીવનમાં વ્યવસ્થિતતા અને સહનશીલતા આવી. 2. જીવનું સ્વરૂપ, માણસની મરણોત્તર સ્થિતિ અને કર્મફળ H યહૂદી ધર્મની માન્યતાનુસાર પૃથ્વી, પાણી, આકાશ, વનસ્પતિ અને પશુપંખીઓની Page #175 -------------------------------------------------------------------------- ________________ 164 જગતના વિદ્યમાન ધર્મો ઉત્પત્તિ કર્યા પછી દેવે પોતાના રૂપને મળતા આવે તેવા માણસને ઉત્પન્ન કર્યો. નરનારી ઉત્પન્ન કર્યા. દેવે તેમને આશીર્વાદ દીધો અને કહ્યું કે સફળ થાઓ, ને વધો ને પૃથ્વી ભરપૂર કરો ને તેને વશ કરો. માણસે પોતાના સર્જક ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને તેની આજ્ઞાઓનું દઢપણે પાલન કરવું જોઈએ તથા પ્રભુચીંધ્યા સદાચરણના માર્ગે ચાલવું જોઈએ. યહોવાહે પોતે સિનાઈ પર્વત ઉપર મોઝીઝને સાક્ષાત્ દર્શન દઈને પોતાનું સ્વરૂપ, પોતાની ઇચ્છા તથા યહૂદી પ્રજા સાથેનો કરાર એમણે જણાવ્યો હતો. કરવામાં આવતો ન હતો. યહૂદી પ્રજા ટકી રહેશે પરંતુ વ્યક્તિગત માણસો મૃત્યુ પામતા નષ્ટ થઈ જાય છે એવું દર્શાવતા ઉલ્લેખો હિબ્રૂ બાઈબલમાં મળી રહે છે. જેમ કે “મરેલા જીવશે નહિ; મોત પામેલાઓ ફરી ઊઠશે નહિ.”૧૬ “મરણાવસ્થામાં તારું સ્મરણ થતું નથી.”૧૭ પરંતુ તાલમૂદમાં તેમજ પાછળથી લખાયેલા અન્ય ગ્રંથોમાં સ્વીકારાવા લાગ્યું કે માણસ કબરમાં જળવાઈ રહે છે અને એક દિવસ એવો આવશે કે જ્યારે મડદાંઓ બેઠાં થશે.૧૮ તાલમૂદનું એક અવતરણ જુઓ : “પુણ્યશાળી જીવો પોશાક સાથે (કબરમાંથી) ઊઠશે, કારણ કે જમીનમાં વાવેલો એક ખુલ્લો ઘઉંનો દાણો અનેક પોશાક પહેરીને બહાર નીકળે છે તો લૂગડાંથી ઢાંકેલું પુણ્યશાળીનું શરીર સઘળો પોશાક પહેરીને ઊભું થાય તેમાં શું આશ્ચર્ય ?"19 ૧૮૯૬માં અમેરિકામાં યહૂદી ધર્મગુરુઓએ એક પરિષદ બોલાવીને યહૂદી ધર્મના સિદ્ધાંતો નક્કી કર્યા હતા. તેમાં “આત્મા અમર છે અને “પાપ-પુણ્યનો બદલો મળે છે એ બંને સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાલમૂદમાં કહેવાયું છે કે વડીલોને માન આપવું, દયાનાં કાર્યો કરવાં, શાંતિનો ફેલાવો કરવો અને સવિશેષ તો પવિત્ર ગ્રંથોનો સ્વાધ્યાય કરવો વગેરે એવાં સુકૃત્યો છે કે જેના બદલારૂપ વ્યાજ માણસ પોતાના જીવનકાળ દરમિયાન મેળવે છે અને તેનું મુદ્દલ મૃત્યુ પછી પ્રાપ્ત કરે છે.૨૦ આમ, યહૂદી ધર્મમાં આત્માના અમરત્વનો સિદ્ધાંત પાછળથી સ્વીકારવામાં આવેલો છે. પરંતુ તેમાં પુનર્જન્મના સિદ્ધાંતનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. યહૂદી ધર્મ કર્મનો સિદ્ધાંત માન્ય રાખે છે. કર્મનાં ફળ માણસે પોતાના જીવન દરમિયાન અથવા મૃત્યુ પછી પણ ભોગવવાં પડે છે. મોક્ષના સ્વરૂપ અંગેની વિશદ વિચારસરણી હિબ્રૂ બાઈબલમાં જોવા મળતી નથી, પરંતુ માનવજીવનનું અંતિમ ધ્યેય પ્રભુ-પ્રસન્નતા પ્રાપ્ત કરવાનું જણાઈ આવે છે. આ ધ્યેય પ્રાપ્ત કરવા માટેનાં સાધનો તરીકે ભલમનસાઈ, દયા, પ્રેમ, ઉદારતા વગેરે ગણવામાં આવે છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ યહૂદી ધર્મ 165 મારી જિંદગીના સર્વ દિવસો પર્યત ભલાઈ તથા દયા મારી સાથે આવશે જ અને હું સદાકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ.”૨૧ 4. નૈતિક સિદ્ધાંતો : હિબ્રૂ બાઈબલમાં “મોઝીઝ'ના પાંચ ગ્રંથો તેમજ સંતોની વાણી અને અન્ય લેખોમાં નૈતિક અને સામાજિક નિયમો તેમજ પાપપુણ્યના ખ્યાલનું વર્ણન મળી આવે છે. દસ આજ્ઞાઓમાં આપણે જોયું તેમ યહૂદી ધર્મના કેટલાક નિયમો નિષેધાત્મક સ્વરૂપના છે. જેમ કે ચોરી ન કર, ખૂન ન કર, વ્યભિચાર ન કર વગેરે. પરંતુ મોટા ભાગના નિયમો વિધાયક સ્વરૂપના છે. આ વિધાયક નિયમો દ્વારા વ્યક્તિના અંગત જીવનનું, તેની મિલકતનું, સામાજિક વર્તણૂકનું નિયમન થાય છે, એટલું જ નહિ પરંતુ રાજય અને ધર્મ પ્રત્યેની ફરજોનો ખ્યાલ આવે છે.' * યહૂદી ધર્મમાં આ નિયમો ધાર્મિક આદેશરૂપે અપનાવવામાં આવે છે. કેમ કે ઈશ્વરે માનવને રાજ્ય કરવા માટે પ્રેમપૂર્વક દેશ આપેલો છે. આ સાથે સાથે ઈશ્વરે નિયમો પણ આપેલા છે. આ ઈશ્વરી કાયદાઓના મૂળમાં ડહાપણ, સત્ય, ન્યાય અને સમાનતા જેવા મૂળભૂત નૈતિક નિયમો રહેલા છે. માનવજાતના નૈતિક વિકાસમાં યહૂદી ધર્મની દસ આજ્ઞાઓ સીમાસ્તંભરૂપ છે. પશ્ચિમની દુનિયાએ યહૂદી કોમ અને યહૂદી ગ્રંથોમાંથી નૈતિક પ્રેરણા મેળવી છે. 23 આ દસ આજ્ઞાઓ ઉપરાંતનો યહૂદી ધર્મનો ઉપદેશ નીચે પ્રમાણે છે : જ્યારે લણણીનો સમય આવે ત્યારે તારા ખેતરનો બધો પાક તું એકલો લણી ન લે, પરંતુ ગરીબો અને વટેમાર્ગુઓને સારું પણ કંઈક રહેવા દે. 24 ક્યારેય પણ ઘંટી કે ઘંટીનું ઉપલું પડ ઘરેણે ન લે, કેમ કે એમ કરવાથી તું માણસની આજીવિકાનું સાધન ઝૂંટવી લે છે.”૨૫ કોઈ પણ ગરીબ મજૂર પર તું જુલમ ન કર; તેની મજૂરી કદી બાકી ન રાખ. કેમ કે તેનો બધો આધાર તેના પર જ છે. રખેને તે યહોવાહની આગળ તારી વિરુદ્ધ પોકાર કરે ને એમ તું દોષિત ઠરે.” પરદેશીને કે અનાથને તું અન્યાય ન કર તેમજ વિધવાનું વસ્ત્ર ધરણે ન રાખ; પણ યાદ રાખ કે મિસરમાં તું પણ દાસ હતો, અને તારા દેવ યહોવાહે તને ત્યાંથી છૂટો કર્યો, એ માટે હું તને આ આજ્ઞા પાળવાનું ફરમાવું છું.” જે વર્તનને તમે ધિક્કારતા હો તે વર્તન તમે અન્ય પ્રત્યે કદી ન આચરો.”૨૬ “આપણાં મકાનોમાં દર કરીને કે માળો બાંધીને રહેલાં નિરાધાર જીવજંતુઓને મારવાની આપણને મનાઈ છે.”૨૭ Page #177 -------------------------------------------------------------------------- ________________ 166 જગતના વિદ્યમાન ધર્મો નૈતિક સગુણો H ઉપરનાં અવતરણોના અભ્યાસ પરથી સ્પષ્ટ થશે કે, પ્રામાણિકતા, ઉદારતા, દયા, પરોપકાર, ભલમનસાઈ, ન્યાયીપણું વગેરે નૈતિક સદ્ગણોના આચરણ ઉપર અન્ય ધર્મોની પેઠે યહૂદી ધર્મ પણ ખાસ ભાર મૂકે છે. યહોવાહને અનૈતિક આચરણ બિલકુલ પસંદ નથી. તે આ સાત બાબતોને ધિક્કારે છે : “ગર્વિષ્ઠ આંખો; જૂઠાબોલી જીભ; નિર્દોષનું લોહી વહેવડાવનાર હાથ; દુખ તરંગો રચનાર હૃદય; નુકસાન કરવા માટે દોડતા પગ; અસત્ય ઉચ્ચારનાર જૂઠો સાક્ષી અને ભાઈઓમાં કુસંપનું બીજ વાવનાર.”૨૮ . જેમ હાથીના પગલાંમાં અન્ય સર્વ પ્રાણીઓનાં પગલાં સમાઈ જાય તેમ ડહાપણ” એ એક એવો સદ્ગણો છે કે અન્ય સર્વ સણોનો ઉદ્ધવ અને અનુસરણ તેના પર અવલંબે છે. અનીતિના લપસણા માર્ગે સરી પડતી વ્યક્તિને હાક મારીને પાછી વાળવાનું કાર્ય ડહાપણ કે જ્ઞાન કરે છે. 5. ભક્તિભાવના : 1. ભક્તિભાવનાનું સ્વરૂપઃ ઈશ્વર પ્રત્યેનો અનન્ય સ્નેહ એટલે ભક્તિ. આ સંદર્ભમાં જોઈએ તો યહૂદીઓ પતિવ્રતા સ્ત્રીની પેઠે એકમાત્ર યહોવાહને જ ચાહે છે. તેમની આજ્ઞાનું પાલન કરીને તેમને પ્રસન્ન કરવા પ્રવૃત્ત રહે છે. યહોવાહ તેમના ભક્તની પરીક્ષા કરે છે. પોતાના પરની તેની શ્રદ્ધાને કસોટીની સરાણે ચઢાવે છે. જ્યારે તે પરીક્ષામાંથી હેમખેમ પાર ઊતરે છે ત્યારે યહોવાહ તેની સંમુખ પ્રગટ થઈને તેના પર કૃપા વરસાવે છે. 2. ભક્તિભાવનાની અભિવ્યક્તિ ધર્મનિષ્ઠ યહૂદીના કોઈ પણ દિવસનો આરંભ નીચેની પ્રાર્થનાથી થાય છે : “તારા પડોશીને તું તારી જાત જેટલો જ ચાહીશ એ આદેશને પરિપૂર્ણ કરવાની મારી જવાબદારીનો હું સ્વીકાર કરું છું.” રાતે નિદ્રાધીન થતાં પહેલાં યહૂદીઓ નીચે પ્રમાણે પ્રાર્થના ગાય છે : હું ઊંઘી જાઉં ત્યાર પહેલાં અને હું જાણું ત્યાં સુધી હું મારો આત્મા તે ઈશ્વરની હથેળીમાં મૂકું છું અને મારું શરીર મારાથી વિખૂટું પડી જાય છે. હું નિર્ભય શાન્તિથી પ્રભુમાં વિશ્રાંતિ લઉં છું.”૨૯ રોજની પ્રાર્થના ઉપરાંત દર અઠવાડિયે એક દિવસ વિશ્રાંતિવાર મનાવવામાં આવે છે તેને સેબેથ કહે છે. યહોવાહે આપેલી દસ આજ્ઞાઓ પૈકીની એકમાં છ દિવસ કામ કર્યા પછી એક દિવસ વિશ્રાંતિ લેવાનું ફરમાન કરવામાં આવેલું છે. શુક્રવારની સાંજથી શનિવારની સાંજ સુધીના આ સમયને પવિત્ર માનવામાં આવે છે. આ સમય દરમિયાન ખેતી વગેરે વ્યાવહારિક ઉદ્યમ ન કરતાં Page #178 -------------------------------------------------------------------------- ________________ યહૂદી ધર્મ 167 પ્રાર્થના, પૂજા અને ધાર્મિક ઉપદેશ સાંભળવામાં સમય પસાર કરવામાં આવે છે. સાંસારિક વ્યાવસાયમાંથી મુક્તિ મેળવી માણસ અઠવાડિયે એક દિવસ ઈશ્વરાભિમુખ બની શકે અને પશુઓ તથા ગુલામોને એક દિવસ આરામ મળી રહે એવા બેવડા શુભાશયથી આ આજ્ઞા કરવામાં આવેલ છે. આ ઉપરાંત, પૈસોવર, પેન્ટીકોસ્ટ, રોશસાના વગેરે ઉત્સવો દ્વારા પણ યહૂદીઓ પોતાની ભક્તિભાવના પ્રગટ કરે છે. 6. વૈરાગ્યભાવના : 1. વૈરાગ્યભાવનાનું સ્વરૂપ : સંસારનો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કરવાની ભાવના યહૂદી ધર્મમાં જોવા મળતી નથી. જેરુસલેમના મંદિરનો નાશ થયા પછી ઈઝરાયલમાં સાધુઓ વધી પડ્યા હતા ત્યારે રબી જોશુઆએ તે સાધુઓ 2. વૈરાગ્યભાવનાની અભિવ્યક્તિ : આમ, યહૂદી ધર્મમાં કડક ત્યાગવૃત્તિને અનુમોદન આપવામાં આવતું નથી. પરંતુ યહૂદી ધર્મમાં વૈરાગ્યભાવના પ્રગટ કરતા ઉલ્લેખો કવચિત મળી રહે છે ખરા; દા.ત., 1. ગેબિરોલ કહે છે કે નાશવંત એવા શરીરનું અભિમાન કે મોહ શા માણસમાં અનેક પ્રકારનાં દૂષણોને દાખલ કરે છે તેઓ લખે છે કે માણસોને જો સારાં સારાં મનભાવતાં ભોજન કરવાની ટેવ પડે છે તો તેને મેળવવા માટે માણસ અપ્રામાણિકતા આચરે છે. લોભી બને છે. જૂઠું બોલે છે અને બીજું શું શું નથી કરતો? જો માણસ વિષયસુખથી વૃત્તિને પાછી વાળે તો ધર્મના નીતિમય માર્ગે આગળ વધી શકે. ઉપસંહાર : યહૂદી ધર્મનો ઉપદેશ અમુક દેશ કે કાળ માટે જ બંધબેસતો હતો તેવું નથી. પરંતુ તે ઉપદેશ સર્વ દેશના માણસોને હંમેશ માટે ઉપયોગી નીવડે તેવો છે. તાલમૂદના એક પરિચ્છેદમાં એક રબીએ યહૂદી ધર્મના ઉપદેશનો ઉપસંહાર કરતાં નીચે દર્શાવ્યા પ્રમાણે લખ્યું છે. સિનાઈ પર્વત ઉપર મોઝીઝને કુલ 613 આજ્ઞાઓ ફરમાવવામાં આવી હતી. ગીતશાસ્ત્રના ૧૫મા ભજનમાં તેને ટૂંકાવીને અગિયાર કરવામાં આવી. ઈસાઈયાહ તેને હજી ટૂંકાવે છે, અને મિકાહ તેને ઘટાડીને ટૂંકમાં આ રીતે મૂકે છે : “ન્યાયને અનુસરો, દયાને ચાહો અને ઈશ્વરને નમ્રતાપૂર્વક અનુસરો !" હબાકકુક આ ત્રણને ટૂંકાવીને ફક્ત એક જ વિધાનમાં રજૂ કરે છે : “સદાચરણી Page #179 -------------------------------------------------------------------------- ________________ 168 જગતના વિદ્યમાન ધર્મો પોતાની શ્રદ્ધાના બળે જીવે છે.” આમ, અહીં ઈશ્વર પરની શ્રદ્ધાને કેટલું મહત્ત્વ અપાયું છે તે જોઈ શકાય છે.”૩૩ આમ, આપણે જોઈએ છીએ કે ઈશ્વર પરની શ્રદ્ધા એ ધર્મનો પાયો છે. સેમેટિક પ્રજા માટે એ પાયો પૂરવાનું કાર્ય યહૂદી ધર્મ કર્યું છે. વળી, યહૂદી ધર્મે ખ્રિસ્તી તેમજ ઇસ્લામ ધર્મ માટે પૂર્વભૂમિકા પૂરી પાડી છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ યહૂદી ધર્મ 169 સંદર્ભસૂચિ છે પs 1. W. H. Weech, History of the World, P. 82-83 2. આનંદશંકર બા. ધ્રુવ, ધર્મવર્ણન, પૃ. 188-89. પવિત્રશાસ્ત્ર (હિંદ અને લંકાની બાઈબલ સોસાયટી, બેંગ્લોર) ઉત્પત્તિ 17:1 8. Lewis Browne, Wisdom of Israel, P.26 5. A. c. Bouquet, comparative Religion, p. 216. આનંદશંકર બા. ધ્રુવ, ધર્મવર્ણન, પૃ. 198 J. B. Noss, Man's Religions, P. 428 C. John Skinner, Prophecy and Religion, P. 204 E. 1. 1. Mattuck, The Thought of the Prophets, P. CC and 299 90. Lewis Brown (Quoted by J. B. Noss, Man's Religions, P. 46C) A History of the Jews, P. 48 11. J. B. Noss, Man's Religions, P. પ૭) છે 139:7-10. 93. Cronbach, Judaism for Today, P. 26. 14. પવિત્રશાસ્ત્ર, ગીતશાસ્ત્ર 19 : 14 પવિત્રશાસ્ત્ર, ગીતશાસ્ત્ર 23 : 1-3 16. પવિત્રશાસ્ત્ર, યશાયાહ 26 : 14 17. પવિત્રશાસ્ત્ર, ગીતશાસ્ત્ર 6 : 5 96. Cronbach, Judaism for Today, P. 999 19. આનંદશંકર બા. ધ્રુવ, ધર્મવર્ણન, પૃ. 198 20. Cronbach, Judaism for Today, P. 929 21. પવિત્રશાસ્ત્ર, ગીતશાસ્ત્ર 23 : 6 22. E. J. Jurji, The Great Religions of the Modern World, P. 242. Page #181 -------------------------------------------------------------------------- ________________ 17) જગતના વિદ્યમાન ધર્મો 23. S. K. George, The Story of the Bible, P. 26. 24. પવિત્રશાસ્ત્ર, લેવીય 19 : 9 25. પવિત્રશાસ્ત્ર, પુનર્નિયમ, 24 : 6 26. Lewis Browne, Wisdom of Israel, P. 904 27. એજન, પૃ. 139. 28. પવિત્રશાસ્ત્ર, નીતિવચનો 8 : 4-36, 26. E. J. Jurji, The Great Religions of the Modern World, P. 202. 30. Lewis Browne, Wisdom of Israel, P. 238 31. એજન, પૃ. 269 32. એજન, પૃ. 422 33. E. Levine, Judaism, P. 93. Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૧ ખ્રિસ્તી ધર્મ - ઉમેશકુમાર યાજ્ઞિક 1. ઉદભવ અને વિકાસ સાંસ્કૃતિક સંદર્ભમાં ધર્મનું પ્રાણતત્ત્વ સ્પષ્ટ કરતો સામાન્ય પરિચય જોઈએ. આ ધર્મનું નામ તેના સ્થાપક ઈસુ ખ્રિસ્તના નામ પરથી પડેલું છે. “ખ્રિસ્ત એટલે તારનાર અને ખ્રિસ્તી એટલે વિશ્વાસી, ઉદ્ધારક ઈસુના ઉપદેશમાં વિશ્વાસ ધરાવનારાઓ ખ્રિસ્તીઓ કહેવાય છે. ખ્રિસ્તી ધર્મે ઈશ્વરપ્રેમ, ઈશ્વરકૃપા અને માનવપ્રેમ જેવા ઉચ્ચ આદર્શોનું પ્રતિપાદન કરી જગતમાં પોતાનું અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઈસુ ખ્રિસ્તના જીવન અને કાર્યનો પરિચય મેળવતાં પહેલાં કેટલીક ઐતિહાસિક પૂર્વભૂમિકા જાણવી ઉપકારક થઈ પડશે, કેમકે એ ભૂમિકાના સંદર્ભમાં જ ઈસુ ખ્રિસ્તના કાર્યની યોગ્ય મુલવણી થઈ શકે. યહૂદી ધર્મના અભ્યાસ વખતે આપણે જોઈ ગયાં છીએ કે યહૂદી ધર્મના સ્થાપક મોઝીઝ અને અન્ય સંતપુરુષોએ યહૂદી પ્રજાના ઉત્કર્ષ માટે ઘણા સારા સિદ્ધાંતો આપ્યા હતા : “ઈશ્વર એક અને અદ્વિતીય છે. માનવ તેનું પ્રતિબિંબ છે. આત્મા અમર છે. પ્રત્યેકને પોતાના પાપ અને પુણ્યનો બદલો મળે છે.” આવા સારા સિદ્ધાંતો કાળક્રમે વિસારે પડ્યા અને યહૂદી ધર્મમાં ફેરિસી, સેવ્સી વગેરે પેટાપંથો ઉદ્ધવ્યા. ઈસુના જન્મ સમયે ફેરિસીઓનો પ્રભાવ વધારે હતો. આ પંથના અનુયાયીઓ રૂઢિવાદી હોવાથી તેઓ જડ કર્મકાંડીઓ બની બેઠા હતા. બાહ્યાચાર અને આડંબરને જ ધર્મનું સાચું સ્વરૂપ સમજવા લાગ્યા હતા. જેરુસલેમમાં આવેલ યહૂદીઓના મુખ્ય દેવળમાં પૂજા કરવાનો તથા બલિદાન ચડાવવાનો અધિકાર અમુક પૂજારી વર્ગનો જ હતો. આ પૂજારીઓના પૂજાના વારા બાંધેલા હતા. પૂજારીઓમાંથી એક મહાપૂજારીને ચૂંટી કાઢવામાં આવતો હતો. આ પૂજારીઓ ઉપરાંત બીજો એક શાસ્ત્રીઓને કે આચાર્યોનો વર્ગ પણ હતો. આચાર્યોનો આ વર્ગ ધર્મ અને આચારની બાબતમાં નિર્ણય આપતો. પૂજારીઓ અને આચાર્યોના નિર્ણયોનું લોકોએ ફરજિયાત Page #183 -------------------------------------------------------------------------- ________________ 172 : જગતના વિદ્યમાન ધર્મો પાલન કરવું પડતું. માત્ર બાહ્ય આડંબરને પોષવા માટે આ સ્વાર્થસાધુ પૂજારીઓ અને આચાર્યોએ ધાર્મિકતાના નામે અધર્મની મહાજાળ ફેલાવી હતી. તેમના અનુયાયીઓમાં પણ સ્વાર્થ, દંભ, પાખંડ, દુષ્ટતા વગેરે અનિષ્ટોએ ઘર ઘાલ્યું હતું. આમ તો જોકે રોમન સામ્રાજ્યની આણ પેલેસ્ટાઈનમાં પણ પ્રવર્તતી હતી અને રોમન સામ્રાજ્યનો એક અધિકારી ત્યાંનો વહીવટ કરવા આવ્યો હતો. પરંતુ તેમ છતાં યહૂદીઓના જે કાંઈ ધાર્મિક, સામાજિક કે રાજકીય હક્કો બાકી રહ્યા હતા તે એકોતેર જણાની એક સભાને સોંપાયેલા હતા. આ એકોતરી સભામાં મહાપૂજારી, પૂજારી, શાસ્ત્રીઓ અને બીજા કેટલાક વિદ્વાન યહૂદીઓને બેસવાનો અધિકાર હતો. પેલેસ્ટાઈનમાં હેરોદ યહૂદીઓનો માત્ર નામનો રાજા હતો. રોમન સૂબો પાયલેટ અને રાજા હેરોદ બંને એકોતેરી સભાથી દબાતા રહેતા હતા. દંભી ધર્મગુરુઓ અંગત સ્વાર્થનું પોષણ કરતા હતા, ધર્મના નામે અનેક ધતિંગો ચાલતાં હતાં. જેરુસલેમના મંદિરનો દુરુપયોગ કરવામાં આવતો હતો. આ અનિષ્ટોથી પ્રજા ત્રાસી ગઈ હતી અને મેસીઆહની ભાવના અનુસાર શ્રદ્ધાથી તેમજ આતુરતાપૂર્વક કોઈ ઉદ્ધારકની રાહ જોતી હતી. આવી કટોકટીની પળે યહૂદી પ્રજાનો ઉદ્ધાર કરવા માટે બે સંતોનો પ્રાદુર્ભાવ થયો : જહૉન બેપ્ટિસ્ટ અને ઈસુ ખ્રિસ્ત. જ્હૉન બેપ્ટિસ્ટ : ઈસુના જન્મ પહેલાં જહૉન બેપ્ટિસ્ટનો જન્મ ઝખારિયા અને એલિઝાબેથ નામનાં ગરીબ દંપતીને ત્યાં થયો હતો. જહોન બેપ્ટિસ્ટે લાંબા સમય સુધી એકાન્તવાસ સેવીને તપશ્ચર્યા કરી. તેઓ પોશાકની બાબતમાં અષો જરથુષ્ટ્રને મળતા આવે છે. ઊંટના વાળમાંથી બનાવેલી મોટી કફની અને કમર ઉપર ચામડાનો કમરપટ્ટો તેમનો પોશાક હતો. ત્રીસ વર્ષની ઉંમરે તેમણે ઉપદેશ આપવાનું શરૂ કર્યું. તે પોતાના શિષ્યોને જોર્ડન નદીમાં સ્નાન કરાવી સ્નાનસંસ્કાર આપતા. આથી એમને દીક્ષા આપનાર જહૉન (જહોન ધી બેટેિસ્ટ) પણ કહેવામાં આવે છે. તેમની સાદાઈ અને પવિત્રતાથી આકર્ષાઈને ઘણા લોકો તેમનો ઉપદેશ સાંભળવા એકઠા થતા અને કેટલાક તેમનું શિષ્યત્વ સ્વીકારતા. મહાત્મા ઈસુએ પણ જહોન પાસે સ્નાનસંસ્કાર લઈને તેમનું શિષ્યત્વ સ્વીકારેલું. જહૉનના ઉપદેશનો મુખ્ય સાર આ પ્રમાણે હતો: ““જીવન બદલવાનો સમય આવી પહોંચ્યો છે. ધર્મરાજ્યની સ્થાપનાનો સમય પાકી ગયો છે. આથી કુળ, જાતિ અને પાંડિત્યનું અભિમાન છોડીને ચિત્તબુદ્ધિ કેળવવી, પ્રેમભાવ રાખવો, પાપ માટે અનુતાપ કરવો, કોઈ સમર્થ પુરુષ આવવાનો છે કે જેનાં પગરખાની દોરી છોડવાને પણ હું લાયક નથી, જેની પાસે બે ખમીસ હોય તેમણે જેની પાસે ન હોય તેને આપવું. વધારાનો ખોરાક હોય તે ભૂખ્યાને આપવો.” યહૂદી લોકો જહોનને ઉદ્ધારક માનવા લાગ્યા તે ધર્મગુરુઓથી સહન થયું નહિ. આથી તેઓ જહૉનનો દ્વેષ કરવા લાગ્યા. યહૂદીઓમાં ભાભી સાથે પુનર્વિવાહ Page #184 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મ 173 કરવાનો નિષેધ હોવા છતાં રાજા હેરોદે પોતાના ભાઈની વિધવા સાથે લગ્ન કર્યું હતું. એક વખત હેરોદે જહૉનને તેડાવીને આ લગ્ન બાબતમાં તેમનો અભિપ્રાય પૂક્યો. જહૉન તો સ્પષ્ટવક્તા હતા. તેમણે રાજાના કૃત્યને વખોડી કાઢયું. આથી તેમને જેલમાં પૂર્યા અને આગળ જતાં રાણીની ચઢવણીથી તેમનો શિરચ્છેદ કરાવ્યો. આમ, આ સંતપુરુષના જીવનનો કરુણ અંત આવ્યો. 2. ઈસુ ખ્રિસ્તનું જીવન અને કાર્ય : ઈસુના જીવન વિશેની આધારભૂત માહિતીનો અભાવ હોવાથી તેમનાં વિવિધ જીવનચરિત્રોમાં એકસૂત્રતા જળવાતી નથી. ઈસુનો જન્મ બેથલેહેમ નામના ગામમાં ડિસેમ્બર મહિનાની ૨૫મી તારીખે મધરાતે થયો હતો એમ મનાય છે. (ઈસુની યાદગીરીમાં ઈસવીસનનો આરંભ થયો છે.) ઈસુનાં માતાનું નામ મેરી અને પિતાનું નામ યોસેફ હતું. તેમના પિતા સુથાર હતા. ઈસુ વિશે જન્મ પછીનાં બાર વર્ષ સુધી કંઈ માહિતી મળતી નથી. બાર વર્ષના ઈસુ તેમનાં માતા-પિતા સાથે જેરુસલેમના મંદિરમાં પેસોવરના ઉત્સવ પ્રસંગે ગયા હતા અને પૂજારીઓ સાથે કેટલીક ધાર્મિક ચર્ચાઓ કરી હતી. આનો અર્થ એ થયો કે ઈસુને નાનપણથી જ ધાર્મિક બાબતમાં રસ હતો. આ પ્રસંગ પછી લગભગ અઢાર વર્ષ સુધીની કોઈ માહિતી મળતી નથી. ત્રીજા વર્ષની ઉંમરે ઈસુએ જહોનના હાથે દીક્ષા ગ્રહણ કર્યાનો ઉલ્લેખ મળી આવે છે. જહોનના ઉપદેશનું અગાઉ આપણે નિરૂપણ કરી ગયાં છીએ. ઈસુ જહોનના ઉપદેશથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. મહાત્મા જહોને જોર્ડન નદીમાં ઈસુને સ્નાન કરાવી દીક્ષા આપી. જહોનના ઉપદેશનું મનન કરતાં કરતાં તેઓએ ચાલીસ દિવસ સુધી પાસેના જંગલમાં અનશનવ્રત લઈને એક આસને બેસીને તપશ્ચર્યા કરી. જેવી રીતે ગૌતમ બુદ્ધની તપશ્ચર્યા દરમિયાન અંતઃશત્રુઓએ તેમની આકરી કસોટી કરી હતી તે રીતે ઈસુ ખ્રિસ્તને પણ અનેક પ્રકારનાં દુન્યવી પ્રલોભનોએ ધસી આવી ચલિત કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ઈસુ ખ્રિસ્ત આ પ્રલોભનોમાં ફસાયા નહિ. આના પરિણામે એમને ધર્મતત્ત્વનો બોધ થયો અને ખાતરી થઈ કે જહોન બેપ્ટિસ્ટની ભવિષ્યવાણીને સમર્થ પુરુષ પોતે જ છે. તેમને પોતાની લાગવા માંડ્યું કે પોતે યહૂદીઓના “મેસીઆહ’ છે. ઈસુએ જહૉનની માફક જાહેરાત કરી : ““પ્રભુનું સામ્રાજ્ય ખૂબ નજીકના સમયમાં આવી રહ્યું છે તેથી પોતાનાં પાપ માટે અનુતાપ કરો. પ્રભુ પિતા છે. તે સર્વને માફી આપશે.” યહૂદી પ્રજાનો મૂળ ધર્મ હતો તેના પર અંધશ્રદ્ધા અને અંધકારનાં પડ ચડી ગયાં હતાં. તેને દૂર કરવાનો ઈસુએ પ્રયાસ કર્યો. પૂજારીઓ અને આચાર્યોએ ધર્મને નામે જે અનિષ્ટોને પોપ્યાં હતાં તેનો ઈસુએ પ્રતિકાર કર્યો. અંધશ્રદ્ધા, વહેમ અને કર્મજડતાને દૂર કરવા તેમણે કમર કસી. “માનવસેવા એ Page #185 -------------------------------------------------------------------------- ________________ 174 જગતના વિદ્યમાન ધર્મો પ્રભુસેવા છે” અને “જે માનવને ચાહે છે તેને જ ઈશ્વર ચાહે છે. આ સૂત્રોને ઈસુએ જીવનમંત્ર બનાવ્યાં. ઈસુ હંમેશાં રોગી, અનાથ, ગરીબ અને પીડિતોની સેવા કરવા માટે તત્પર રહેતા. ઈસુ સાદી, સરળ બોધાત્મક વાર્તાઓ અને દષ્ટાંતો દ્વારા લોકોને સદાચારપૂર્ણ ધાર્મિક જીવન જીવવાનો ઉપદેશ આપતા હતા. ઈસુનાં વાણી, વર્તન અને વિચારમાં પરોપકાર અને નિષ્કામભાવના હોવાથી તેમના અનુયાયીઓની સંખ્યા એકદમ વધવા લાગી. કેટલીક વાર તો જનસમુદાય એટલો બધો વધી જતો કે તેમને ટેકરી ઉપર ચડીને ઉપદેશ આપવો પડતો. ઈસુએ ટેકરી ઉપરથી આપેલા ઉપદેશવચનોને “ગિરિપ્રવચનો' કહેવામાં આવે છે. આ પ્રવચનોમાં સમગ્ર ખ્રિસ્તી ધર્મનો નિચોડ આવી જાય છે. ગિરિપ્રવચનમાં ઈસુ ખ્રિસ્ત યહૂદી ધર્મની દશ આજ્ઞાઓના અનુસંધાનમાં જ નવી આજ્ઞાઓ આપી છે. ઈસુએ આપેલી આ આજ્ઞાઓને “નવો કરાર” પણ કહે છે. ગિરિપ્રવચનનો સારસંક્ષેપ આપણે ખ્રિસ્તી ધર્મના નૈતિક સિદ્ધાંતોનું નિરૂપણ કરતી વખતે જોઈશું. શરૂઆતમાં ઈસુએ યહૂદિયા તાલુકામાં ઉપદેશ કરવા માંડ્યો. આ ઉપદેશથી યહૂદીઓમાં નવજીવન પ્રગટ્યું. ઈસુ યહૂદીઓના કર્મકાંડની બહુ ચિંતા રાખતા નહિ. વિધિ પ્રમાણે રોજા રાખવા, સેબેથ - વિશ્રાંતિવાર રાખવો વગેરે બાબતોમાં તેઓ નિયમભંગ કરતા. વળી, કર્મચંડ ફેરિસીઓ પ્રત્યે ઈસુ ફિટકારભરી ભાષા વાપરતા. આથી ફેરિસીઓ, શાસ્ત્રીઓ અને પૂજારીઓ ઈસુ ઉપર વધારે ને વધારે રોષે ભરાતા ગયા. ઈસ પોતાના વતનમાં ગયા. પણ ત્યાં કોઈએ તેમની વાત કાને ધરી નહીં. કાલ સવારનો આ છોકરો અમને શો ઉપદેશ આપે ? એમ કહીને તેમને ગામ બહાર કાઢી મૂક્યા. “પયગંબરને બધે જ સન્માન મળે છે, મળતું નથી માત્ર પોતાના વતનમાં, સગાંવહાલાં કે કુટુંબમાં 6 એમ વિચારીને ઈસુ કેપરનાઉમ ગયા. ત્યાંથી પસોવરનું પર્વ આવતાં ફરી જેરુસલેમ ગયા. ત્યાં તેમણે વિશ્રાંતિને દિવસે એક બીમાર માણસને સાજો કરી તેને પોતાનો ખાટલો ઊંચકી ઘેર જવા કહ્યું. ધર્મગુરુઓએ આ બાબતને આગળ કરીને કહેવા માંડ્યું: “ઈસુ ઉપવાસ કરતો નથી. વિશ્રાંતિવારને દિવસે પણ કામ કરે છે. તે યહુદી-કાયદાઓનું પાલન કરતો નથી.” આમ, ધર્મગુરુઓ ઈસુને રાજદ્રોહી, બંડખોર અને ધર્મદ્રોહી કહીને તેની નિંદા કરવા લાગ્યા. ઈસુના બાર શિષ્યો હતા. તેમાં એક જુડાસ નામનો શિષ્ય હતો. તે ઈસુની વધતી જતી લોકપ્રિયતાને લીધે ઈર્ષ્યાથી બળતો હતો. ઈસુનો આ શિષ્ય જુડાસ પૂજારી વર્ગની સાથે ભળી ગયો અને ઈસુને પકડવાના કાવતરામાં સામેલ થયો. ઈસુ પોતાને યહૂદીઓનો રાજા કહેવડાવે છે એમ કહીને ધર્મગુરુઓએ ત્યાંના રાજા હેરોદને ભંભેરણી કરી. જેમના હાથમાં ધાર્મિક, રાજકીય અને સામાજિક સત્તા હતી તેવી આખી એકોતેરી સભાના સભ્યો પણ ઈસુની Page #186 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મ . 175 વિરુદ્ધમાં કામ કરવા લાગ્યા. ગમે તે ભોગે તેઓ ઈસુને ગુનેગાર ઠરાવીને તેમનું કાસળ કાઢી નાખવા માગતા હતા. એક સમયે ઈસુ “છેલ્લું ભોજન' કરીને જેરુસલેમ બહાર ઑલિવની ટેકરી ઉપર પ્રાર્થના કરવા લાગ્યા. ત્યાં રાત્રે જુડાસ હથિયારબદ્ધ ટુકડી સાથે આવ્યો અને ઈસુને પકડાવી દીધા. ઈસુના બીજા અંતેવાસીઓ નાસી છૂટ્યા. ઈસુને પકડીને સિપાઈઓ મહાપૂજારીને ત્યાં લઈ ગયા. ત્યાં એકોતેરી સભા આગળ મુકદમો ચલાવવાનો ઢોંગ ચાલ્યો. ઈસુને પૂછવામાં આવ્યું : “શું તું ઈશ્વરનો પુત્ર છે?' ઈસુએ હકારમાં જવાબ આપ્યો. આ સાંભળતાં જ મહાપૂજારીઓએ કહ્યું કે તેણે ઈશ્વરનો મોટો દ્રોહ કર્યો છે. આ અને આવા બીજા અનેક આરોપો મૂકીને ઈસુને ફાંસીની સજા ફરમાવવામાં આવી. ધાર્મિક વડાએ ફાંસીની સજાનો અમલ કરવા માટે રોમન સૂબાની મંજૂરી મેળવવી પડતી. આથી ઈસુને પાયલેટ નામના રોમન સૂબા પાસે મોકલવામાં આવ્યા. પાયલેટને જણાયું કે ઈસુ નિર્દોષ છે પરંતુ તેનામાં એકોતેરી સભાનો વિરોધ કરવા જેટલી હિંમત નહોતી. આથી તેણે ઈસુને હેરોદ રાજા પાસે મોકલી આપ્યા, જેણે આ સજા માન્ય રાખી અને પાયલેટને સજા કાયમ રાખવા આદેશ આપ્યો. ઈસુ પોતાને યહૂદીઓનો રાજા કહેવડાવે છે એ રાજદ્રોહનો આક્ષેપ મૂકીને તેમને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી. ફાંસીના સમયે પણ ઈસુની ક્રુર મશ્કરી કરવામાં આવી. તેમના મસ્તક ઉપર “યહૂદીઓના રાજા' એવા શબ્દો લખેલો કાંટાળો તાજ પહેરાવવામાં આવ્યો. લોકોનું ટોળું એમની મશ્કરી કરતું, એમના ઉપર થૂકતું પાછળ ગયું. તેમના બે હાથ અને પગ ઉપર ખીલા ઠોકવામાં આવ્યા અને ક્રૂસ ઊભો કરવામાં આવ્યો. આટલું ભયંકર અપમાન કરી દેહકષ્ટ આપનારાઓ તરફ ઈસુએ ક્રોધ કે તિરસ્કાર દાખવ્યો નહિ. તેમના છેલ્લા શબ્દો આ હતા : “હે પિતા, આ લોકોને માફ કર, પોતે શું કરે છે, એનું એમને ભાન નથી.”૭ યહૂદી ધર્મગ્રંથોમાં મેસીઆહને ઓળખવાની જે નિશાનીઓ આપી છે તેમાંની એક એ કહેવાય છે કે તેને દુષ્ટ લોકો મારી નાખશે. પણ તે ત્રીજે દિવસે પોતાની કબરમાંથી પાછો ઊઠશે અને પોતાના ભક્તોને દર્શન દેશે. ખ્રિસ્તી ધર્મગ્રંથો અનુસાર એવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી ત્રીજા દિવસે ઈસુનું પુનરુત્થાન થયું અને જુદા જુદા દિવસે પોતાના શિષ્યોને ઘણા દિવસ સુધી મળતા રહ્યા; અને પોતાનો સંદેશો જગતભરમાં પહોંચાડવાનો આદેશ આપ્યો. આ બનાવથી તેમના શિષ્યોને નવું બળ અને પ્રોત્સાહન મળ્યાં. આ દિવ્ય પ્રેરણાથી પ્રેરાઈને તેઓ ઈસુનો સંદેશો આપવા સર્વ દિશાઓમાં નીકળી પડ્યા. ખરું જોતાં ઈસુ ખ્રિસ્ત કોઈ નવો ધર્મ પ્રવર્તાવ્યો નથી, પરંતુ પ્રાચીન યહૂદી ધર્મને નવું વ્યાપક સ્વરૂપ આપ્યું છે. ઈસુ કહેતા કે હું જૂનાને ઉથાપવા અને નવું સ્થાપવા Page #187 -------------------------------------------------------------------------- ________________ 176 જગતના વિદ્યમાન ધર્મો આવ્યો નથી. ઈસુ ખ્રિસ્ત પોતે અનેક યાતનાઓ વેઠીને મનુષ્યોને તેમનાં પાપકર્મોમાંથી મુક્ત કરવા પ્રયાસ કર્યો. તેમને વધસ્તંભ ઉપર ચઢાવનારાઓનાં હિત અને સુખ માટે તેમણે પ્રાર્થના કરી. આવા પ્રેમમૂર્તિ ઈસુ ખ્રિસ્ત પોતાના ઉદાત્ત અને પ્રેમાળ ચારિત્ર્ય વડે અનેકનાં હૃદય-પરિવર્તન કર્યા હતાં. “માનવપ્રેમ એ જ પ્રભુપ્રેમ છે, જે માનવોને ચાહે છે તેને ઈશ્વર ચાહે છે' - એ સૂત્રના પાયા પર રચાયેલ ખ્રિસ્તી ધર્મે માનવસેવાનો મહાન આદર્શ રજૂ કર્યો છે. 3. ખ્રિસ્તી ધર્મનું શાસ્ત્રઃ ખ્રિસ્તી ધર્મના શાસ્ત્રનું નામ બાઈબલ છે. આ શાસ્ત્ર કોઈ એક લેખકની કલમે લખાયેલું નથી પરંતુ તેના સર્જનમાં અનેક સંતોએ ફાળો કરાર' અને “નવો કરાર’ એ બાઈબલના બે વિભાગો પૈકી જૂનો કરાર હિબ્રુ ભાષામાં અને નવો કરાર ગ્રીક ભાષામાં લખાયેલ છે. પાછળથી આખા બાઈબલનું લેટિન ભાષામાં ભાષાન્તર કરવામાં આવ્યું છે. જૂના કરારનો પરિચય આપણે યહૂદી ધર્મના નિરૂપણ વખતે મેળવી ગયા છીએ. નવા કરારમાં 27 વિભાગ પાડવામાં આવ્યા છે. નવા કરારનો મુખ્ય વિષય ઈસુનું જીવનચરિત્ર અને તેમનો ઉપદેશ છે. સંત મેથ્ય, સંત માર્ક, સંત લૂક અને સંત જહોને લખેલા ચાર ઉપદેશ (ગોસ્પેલ્સ) ઉપરાંત સંત પોલ અને બીજા સંતોએ લખેલા પત્રો (એપિસલ્સ)નો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નવા કરારને ગ્રંથસ્થ કરવાનું કાર્ય પોતે કર્યું. અસલ યહૂદીઓ સાથે ઈશ્વરે જે કરાર કર્યો હતો તે રદ કરીને ઈસુ ખ્રિસ્તના ઉપદેશ અને મૃત્યુ પછી ઈશ્વરે માણસો સાથે નવો કરાર કર્યો એવી સમજણથી આ ગ્રંથને ખ્રિસ્તીઓ “નવો કરાર' એવું નામ આપે છે. જૂના કરારના કેટલાક સિદ્ધાંતોને સ્થાને ઈસુ ખ્રિસ્ત નવા સિદ્ધાંતો આપ્યા હતા. છતાં તેઓ કહે છે : “હું જૂનાનો નાશ કરવા આવ્યો નથી, પરંતુ જે પહેલાં કહેવામાં આવ્યું છે તેની પરિપૂર્તિ કરવા આવ્યો છું.” આમ, બાઈબલમાં જૂના અને નવા કરાર વચ્ચે એકતા અને સમન્વયની દૃષ્ટિ જોવા મળે છે. ખ્રિસ્તી ધર્મમાં બાઈબલનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે, તેને કુરાન અને વેદની માફક ઈશ્વરરચિત માનવામાં આવે છે. દુનિયાની 600 ભાષાઓમાં આ ગ્રંથના અનુવાદો થયા છે. બાઈબલ ઉપર ખ્રિસ્તી ધર્મમાં બીજા અનેક ગ્રંથો લખાયા છે, પરંતુ તે ગ્રંથોને પ્રોટેસ્ટંટ સંપ્રદાયના અનુયાયીઓ માન્ય રાખ્યા નથી; એકમાત્ર બાઈબલનો જ સ્વીકાર કરે છે. જોકે ઈસુ ખ્રિસ્તના આદર્શો પૂરેપૂરા અમલમાં આવ્યા નથી. તેમ છતાં એટલું જરૂર કહી શકીએ કે માનવસંસ્કૃતિ ઉપર ખ્રિસ્તી ધર્મે ઊંડી અસર પાડી છે. વળી, યુરોપના જીવનમાં જોવા મળતા બંધુભાવ, સહકાર અને લોકશાહીનાં મૂલ્યો બાઈબલને આભારી છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ થતી નથી. Page #188 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મ 177 4. તાત્ત્વિક સિદ્ધાંતો : 1. ઈશ્વરનું સ્વરૂપ યહૂદી ધર્મમાં યહોવાહ માત્ર યહૂદીઓનો જ ઈશ્વર છે એવી શરૂઆતમાં માન્યતા હતી, પરંતુ યહૂદી સંતોએ યહોવાહને સમગ્ર વિશ્વનો એકમાત્ર દેવ કહ્યો. યહૂદી ધર્મમાં ઈશ્વરને કડક ન્યાયાધીશ અને સત્તાધારી રાજા તરીકે કલ્પવામાં આવ્યો હતો. જ્યારે ઈસુએ કહ્યું કે ઈશ્વર કડક ન્યાયાધીશ હોવા ઉપરાંત પ્રેમાળ પિતા જેવો વાત્સલ્યપૂર્ણ છે. પાપીઓ જો સાચા હૃદયથી અનુતાપ કરે તો કૃપાસાગર પ્રભુ તેમને ક્ષમા આપે છે. ખ્રિસ્તી ધર્મની ઈશ્વર અંગેની ખાસ ભાવના એ છે કે તે સર્વ જીવોનો પિતા છે. યહૂદી ધર્મના જૂના કરારમાં પરમ તત્ત્વને માટે “યહોવાહ' શબ્દ વાપરવામાં આવ્યો છે અને તેમની સાર્વભૌમ સત્તા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જોકે તેમાં ઈશ્વરનું વર્ણન કરતાં એમ જરૂર કહેવામાં આવ્યું છે કે તે સર્વ જીવોની કાળજી લે છે અને એ અર્થમાં એમને સૌના પિતા કહેવામાં આવ્યા છે. ઈસુ ખ્રિસ્તની વિશેષતા એ છે કે એમણે જ્યારે યહૂદી ગ્રંથોમાંથી અવતરણો લીધાં ત્યારે તેમણે “યહોવાહ' નામની જગ્યાએ “પિતા”નું સંબોધન વાપરવાનું પસંદ કર્યું. આમ, ઈસુએ નવા કરારમાં ઈશ્વર માટે “પિતા”, “હે પિતા', “મારા પિતા', અમારા પિતા”, “સ્વર્ગીય પિતા' વગેરે શબ્દોનો સેંકડો વાર ઉપયોગ કર્યો છે. આમ, ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરના પિતૃત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ સાદો અને ભાવવાળો “પિતા” શબ્દ માણસ અને ઈશ્વર વચ્ચેનો નિકટનો સંબંધ દર્શાવે છે. ઈશ્વર પિતા છે એટલે સર્જક છે. તે “સૂર્યનો પ્રકાશ પાથરે છે અને આકાશનો વરસાદ વરસાવે છે.” એ “સકળ સૃષ્ટિનો માલિક છે', “તેની આજ્ઞા વિના એક ચકલી સુધ્ધાં ભોંય પડતી નથી.” અને સૃષ્ટિ એના હાથનું સર્જન છે માટે સૃષ્ટિ પણ મંગળ છે, પવિત્ર છે. 10 “ઈશ્વર નિત્ય, અનાદિ અને અનંત છે. એણે પોતાની ઇચ્છામાત્રથી સઘળું સજર્યું છે, પોતામાંથી બહાર કાઢ્યું નથી તેમ પરમાણુ વગેરે બાહ્ય સામગ્રી એકઠી કરીને પણ ઘડ્યું નથી. એની સ્વતંત્ર ઇચ્છાથી, કોઈ પણ સામગ્રી વિના એ એણે ઉત્પન્ન કર્યું છે.”૧૧ ઈસુએ ઉપદેશેલા ધર્મમાં કડક એકેશ્વરવાદ હતો; તેની જગ્યાએ પાછળથી ધીરે ધીરે ત્રિમૂર્તિનો સિદ્ધાંત દાખલ થયેલો જોવા મળે છે. 12 આ સિદ્ધાંતને આત્માત્રયીનો સિદ્ધાંત પણ કહે છે. આ સિદ્ધાંત અનુસાર ઈશ્વર ત્રણ સ્વરૂપમાં વિદ્યમાન છે : 1. પિતા (સ્વર્ગમાં વસતો ઈશ્વર પોતે), 2. પુત્ર (જિસસ) અને 3. પવિત્ર આત્મા (જે મનુષ્યમાત્રના અંતરમાં રહી એને સન્માર્ગે ચાલવાની પ્રેરણા કરે છે.)૧૩ ડૉ. રાધાકૃષ્ણન લખે છે : “ત્રિમૂર્તિના સિદ્ધાંતે ઈશ્વરની એકરૂપતામાં ઈસુને માટે સ્થાન કરી આપવાનો પ્રયત્ન કર્યો એટલું જ નહિ પણ બાઈબલના જૂના કરારમાં Page #189 -------------------------------------------------------------------------- ________________ 178 જગતના વિદ્યમાન ધમ ઈશ્વરને વિષે જે એકાંગી વિચાર હતો તેને સુધારવાનો પણ પ્રયાસ કર્યો. ઈશ્વર એ માત્ર ઊંચા સિંહાસન પર બેઠેલો રાજાધિરાજ (પિતા) નથી; પ્રેમાળ હૃદય (પુત્ર) પણ છે અને સચરાચર વિશ્વમાં, અણુએ અણુમાં વાસ પણ કરે છે (પવિત્ર આત્મા). ઈશ્વર જગતની પાર ને જગતથી અળગો ક્યાંક બેઠેલો છે એવું નથી; તે નિરવધિ પ્રેમની પ્રતિમા છે, અને જગતની ઉન્નતિના કાર્યમાં અવિશ્રાંતપણે પોતાની સર્વ શક્તિ પ્રતિક્ષણ રેડી રહ્યો છે.” ““ત્રિમૂર્તિનો સિદ્ધાંત એ ઈશ્વરનું રૂપ વિવિધ છે એમ બતાવવાનો પ્રયાસ છે. આધુનિક ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર સમજવા લાગ્યું છે કે ઈશ્વરની એકતા અને તેનું ત્રિવિધ રૂપ એ બેની વચ્ચે અવિરોધ છે; માત્ર આ ત્રણ રૂપોને ત્રણ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ અથવા ચેતનાનાં ત્રણ ભિન્ન કેન્દ્રો ન ગણવાં એક ઈશ્વરની જ પ્રવૃત્તિનાં ત્રણ ભિન્ન અંગો ગણવાં જોઈએ.”૧૪ ફાધર વાલેસના શબ્દોમાં કહીએ તો “ચેતના સ્વરૂપ પિતા, જ્ઞાનસ્વરૂપ ઈસુ અને શક્તિસ્વરૂપ પવિત્ર આત્મા-એ ત્રિવિધ તત્ત્વથી ઈશ્વરનું જીવન બંધાય અને માનવી એમાં ભાગ લેતો થઈ જાય.” પોતાના એક પત્રને અંતે પાઉલ ભક્તમંડળને સૂત્રરૂપ શુભેચ્છાઓ પાઠવે છે એ સૂત્ર સૌ ખ્રિસ્તીમાર્થીઓનું પ્રિય આશીર્વચન બની ગયું છે, ને એમાં ઈશ્વર વિશેના ખ્રિસ્તીદર્શનનો સાર આવી જાય છે : “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતાં રહો.”૧૫ ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંત અનુસાર ઈશ્વર સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વદ્રષ્ટા, સર્વનો સર્જક, અમર, અવિનાશી, પરમ પવિત્ર, ન્યાયશીલ છતાં કરુણામય, સત્યસ્વરૂપ છે. પ્રેમાળ પિતાની માફક તે જગતના સર્વ જીવો તરફ સમદષ્ટિ અને સમભાવ રાખે છે. ડૉ. રાધાકૃષ્ણન્ લખે છે: “વિશ્વતંત્રની સુવ્યવસ્થામાં ઈશ્વરનું જ્ઞાન પ્રગટ થાય છે. સૂર્ય ભલા-બૂરા, પાપી-અપાપી, ન્યાયી-અન્યાયી બધાને માટે નિષ્પક્ષપણે પ્રકાશે છે; તેવી જ રીતે નિષ્પક્ષતાથી વરસાદ પણ વરસે છે. ઈશ્વર અમુક માણસો પ્રત્યે પક્ષપાત રાખી તેમની વિશેષ કાળજી રાખે છે એમ ઈસુ માનતા નથી.”૧૬ 2. માનવીનું સ્વરૂપઃ ખ્રિસ્તી ધર્મના મતે માનવીનું સ્થાન અન્ય જીવપ્રાણી માત્રની સરખામણીમાં ઘણું ઊંચું છે. માનવીની મહત્તાનું વર્ણન કરતાં ફાધર વાલેસ લખે છે : ““માનવીનો મહિમા ને ગૌરવ એ ઉપરથી સિદ્ધ થાય છે. તે સૃષ્ટિનો શિરોમણિ છે. ઈશ્વરની પ્રતિમા છે. બીજાં પ્રાણીઓમાં પણ પ્રાણ છે. વનસ્પતિઓમાં જીવન છે; પણ તેના અને માનવીના જીવન વચ્ચે મૂળભૂત ફેર હોય છે. સત્ય પારખવાની, સારાસારનો વિવેક કરવાની અને સ્વતંત્ર સંકલ્પ કરીને નૈતિક જવાબદારી વહોરવાની શક્તિ કેવળ મનુષ્યમાં છે. એનામાં જ જ્ઞાન અને પ્રેમનું તત્ત્વ છે માટે તે ઈશ્વરની પ્રતિમા કહેવાય છે અને આખી સૃષ્ટિ એને ચરણે છે.”૧૭ Page #190 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મ 179 સૃષ્ટિ અને અન્ય પશુપંખીઓનું સર્જન કર્યા પછી ઈશ્વરે પોતાની પ્રતિમારૂપે માનવીનું સર્જન કર્યું. સ્ત્રી અને પુરુષનું સર્જન કરી તેમને ઈશ્વરે સમગ્ર સૃષ્ટિ, પશુપંખીઓ અને સાગરમાંનાં જળચર ઉપર શાસન કરવાના આશીર્વાદ આપ્યા. 18 “મનુષ્ય પ્રથમ ઉત્પન્ન થયો ત્યારે (આદમ અને ઈવરૂપે) નિર્દોષ હતો. પ્રભુની એના ઉપર કૃપા હતી અને એને સ્વતંત્ર ઇચ્છાશક્તિ બક્ષેલી હતી, પણ એ ઇચ્છાશક્તિનો બંનેએ દુરુપયોગ કર્યો. પ્રભુએ જે ઝાડનું ફળ ખાવાની મના કરી હતી તથા જગતમાં પાપ અને પાપની શિક્ષા-મરણ દાખલ થયાં. આ પાપવૃત્તિ માણસમાં જન્મથી જ આવે છે અને તે ઘણી પ્રબળ છે તેથી પ્રભુની કૃપા સિવાય એ જીતી શકાતી નથી.”૧૯ . ખ્રિસ્તી ધર્મમાં પુનર્જન્મનો સિદ્ધાંત નથી. માણસને માટે એક જ વાર મરવાનું નિર્માણ થયેલું છે અને પછી તેનો ન્યાય થાય છે. બધા માણસો મૃત્યુ પામ્યા પછી ફરી સજીવન થાય છે અને અનંત કાળ માટે જીવે છે એ સિદ્ધાંત છે. 3. કર્મ પ્રમાણે ફળ : ખ્રિસ્તી ધર્મમાં “કર્મ પ્રમાણે ફળ'નો સિદ્ધાંત સ્વીકારાયો છે. સેંટ પોલ કહે છે: “ભુલાવામાં પડશો નહિ; ઈશ્વર છેતરાતો નથી. માણસ વાવશે તેવું લણશે, જે માણસ દેહની વાસનાઓનાં ક્ષેત્રમાં વાવશે તે વાસનામાંથી વિનાશ જ લણશે, પણ જે આત્માનાં ક્ષેત્રમાં વાવશે તે આત્મામાંથી શાશ્વત જીવન લણશે. ભલાં કામો કરતાં આપણે થાકવું ન જોઈએ, કારણ જો હારીશું નહિ તો યથાકાલે તેનાં ફળ મળશે.” 20 ઈસુ ખ્રિસ્ત કહે છે: “માનવપુત્ર પોતાના દૂતોને મોકલશે અને તેઓ તેના રાજયમાંથી બધા પાપ કરનારા અને કરાવનારાઓને ભેગા કરી ભડભડતા અગ્નિમાં નાખશે. ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. ત્યારે ધર્મમાર્ગે ચાલનારા પોતાના પરમ પિતાના રાજ્યમાં સૂર્યની પેઠે પ્રકાશશે. જેને કાન હોય તે આ સાંભળે”૨૧ 4. અનિષ્ટઃ આ જગતમાં દુઃખ, શોક, બીમારી વગેરે જાતજાતનાં દુઃખો જોવા મળે છે. આ દુઃખોને અનિષ્ટ કહેવામાં આવે છે. અનિષ્ટ તત્ત્વની વ્યાપકતા અંગે ખ્રિસ્તી ધર્મ માને છે કે એ મનુષ્યના જીવનમાં સર્વત્ર વ્યાપી રહેલું ભયંકર તત્ત્વ છે. માણસનો મૂળભૂત સ્વભાવ સારો હોવા છતાં તેઓ પાપ કરીને ઈશ્વરના, બીજાઓના અને પોતાની જાતના ગુનેગાર બને છે. સત્કર્મ કરવાને બદલે દુષ્કર્મને પસંદગી આપવા માટે વ્યક્તિ પોતે જવાબદાર છે. આમ, ખરેખરું અનિષ્ટ તો અંગત સ્વાર્થ સાધવા માટે ઈશ્વરદત્ત સંકલ્પસ્વાતંત્ર્યનો દુરુપયોગ કરવો તે છે. આ દુરુપયોગથી તેમજ અન્યને ઈજા પહોંચાડવાથી પાપ થાય છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ 18O જગતના વિદ્યમાન ધર્મો 5. મરણોત્તર સ્થિતિ આપણે જોઈ ગયાં કે ખ્રિસ્ત ધર્મમાં પુનર્જન્મનો સિદ્ધાંત નથી. માણસને માટે એક જ વાર મરવાનું નિર્માણ થયેલું છે અને પછી તેનો ન્યાય થાય છે. મૃત્યુ પામેલાઓને માટે બાઈબલમાં જુદા જુદા શબ્દપ્રયોગો છેતેઓ “પોઢી ગયા છે”, “પ્રભુના સાંનિધ્યમાં છે”, ““પ્રભુના વતનમાં છે”, “શાંતિના લોકમાં છે.” ઈસુ કહેતા : “મને મોકલનારની ઇચ્છા એવી છે કે... હું બધાને સજીવન કરું”, અને “આપણા પૂર્વજોનો ઈશ્વર” એ પ્રચલિત સંબોધન કરીને પોતે ઉમેરતા : “ઈશ્વર કંઈ મરેલાંનો ઈશ્વર નથી, પણ જીવતાંનો જ ઈશ્વર છે.” એટલે કે એ ભૂતકાળનાં પૂર્વજો પણ આજે પ્રભુની પાસે જીવે છે. આમ, બધાં માણસો મૃત્યુ પામ્યા પછી ફરી સજીવન થાય છે અને અનંત કાળ માટે જીવે છે એ સિદ્ધાંત છે.૨૨ 6. મોક્ષનું સ્વરૂપ : વિવિધ પ્રકારનાં દુઃખોમાંથી કાયમી છુટકારો મેળવવો તેનું નામ મોક્ષ. મોક્ષને બાઈબલમાં “અનંત જીવન' કહે છે. મોક્ષાવસ્થાની સ્થિતિની સ્પષ્ટતા કરતાં ફાધર વાલેસ લખે છે : ““આ દેહમાં તો ઈશ્વર વિશેનું જ્ઞાન અધૂરું છે, ઝાંખું છે. પણ નવજીવન પરોઢિયે નવું જ્ઞાન મળશે, પ્રત્યક્ષ મળશે, પ્રત્યક્ષ દર્શન મળશે, સાક્ષાત્કાર થશે - અનંત જીવન શરૂ થશે.”૨૩ 7. મોક્ષપ્રાપ્તિનું સાધન : મોક્ષ મેળવવા માટે ખ્રિસ્તી ધર્મમાં સમાજસેવાનો કાર્યક્રમ અનિવાર્ય ગણવામાં આવે છે. બધા માણસો એકબીજાને મદદરૂપ થાય અને ઈશ્વરની કૃપા માટે પ્રાર્થના કરે તો મોક્ષપ્રાપ્તિ થઈ શકે. 24 પરંતુ ઈસુ ખ્રિસ્ત કહે છે તેમ “જે કોઈ વિશ્વાસ રાખતો નથી - તે તો સજાપાત્ર ઠરી જ ચૂક્યો છે.”૨૫ 5. નૈતિક સિદ્ધાંતો : ખ્રિસ્તી ધર્મના નૈતિક સિદ્ધાંતો ગિરિપ્રવચનમાં રજૂ થયેલા છે. ગિરિપ્રવચનનો સારસંક્ષેપ નીચે પ્રમાણે છે : 1. “તમારા પૂર્વજોને એમ કહેવામાં આવ્યું હતું કે “ખૂન કરીશ નહિ; જે ખૂન કરશે તેણે અદાલતમાં જવાબ દેવો પડશે.” પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરશે, ગાળ દેશે કે તેનો તિરસ્કાર કરશે તેણે નરકના અગ્નિમાં પડવું પડશે.” વ્યભિચાર કરીશ નહિ એમ કહેલું છે તે તમે જાણો છો, પણ હું તમને કહું છું કે જે કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસનાભરી નજર નાખે છે, તે માનવી તેની સાથે વ્યભિચાર કરી ચૂક્યો છે.” “તમારા પૂર્વજોને એમ કહેવામાં આવ્યું હતું કે, “સોગન તોડીશ નહિ, ઈશ્વર આગળ જેજે સોગન લીધેલા છે તે પાળવા.' હું તમને કહું છું કે સોગન બિલકુલ ખાશો જ નહિ.” આંખને સાટે આંખ અને દાંતને સાટે દાંત” એમ કહેલું છે, તે તમે જાણો છો. એથી ઊલટું હું તમને કહું છું કે તમારું બૂરું કરનારનો Page #192 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મ 181 8. સામનો કરશો નહિ, બલકે જો કોઈ તારા જમણા ગાલ ઉપર તમાચો મારે તો તેની આગળ બીજો ગાલ ધરવો.” “તારા મિત્ર ઉપર પ્રેમ રાખ અને તારા શત્રુ ઉપર દ્વેષ રાખ” એમ કહેલું છે તે તમે જાણો છો; પણ હું તમને કહું છું કે, તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો અને તમને રંજાડનાર માટે દુઆ માગો, તો જ તમે તમારા પરમપિતાનાં સાચાં સંતાન થઈ શકશો.” “હું તમને ચેતવું છું કે લોકોની નજરે ચડવા માટે તેમના દેખતાં ધર્મકાર્યો કરશો નહિ; નહિ તો તમારા પરમપિતા તરફથી તમને બદલો નહિ મળે. જ્યારે તું દાનધર્મ કરવા બેસે ત્યારે તારો જમણો હાથ શું કરે છે એની જાણ તારા ડાબા હાથને ન થવા દઈશ. પ્રાર્થના અને ઉપવાસની તું જાહેરાત ન કરીશ.” “જો તમે બીજાઓના અપરાધ ક્ષમા કરશો તો તમારા પરમપિતા તમારા અપરાધ ક્ષમા કરશે, પણ જો તમે બીજાઓના અપરાધ ક્ષમા નહિ કરો તો તમારા પિતા તમારા અપરાધ પણ ક્ષમા નહિ કરે.” આ પૃથ્વી ઉપર તમારી સંપત્તિનો સંઘરો કરશો નહિ, પણ તમારી સંપત્તિ સ્વર્ગમાં સંઘરી રાખજો. કોઈ પણ માણસ બે માલિકની સેવા નહિ કરી શકે. તમે પરમેશ્વર અને પૈસાને એકીસાથે સેવી નહિ શકો.” “તમે સૌથી પહેલાં ઈશ્વરના રાજ્યની અને એણે ઇચ્છેલા ધર્માચરણની પાછળ પડો એટલે બધી વસ્તુઓ તમને મળી રહેશે. આથી તમે આવતીકાલની ચિંતા કરશો નહિ.” 10. “કોઈનો ન્યાય તોળશો નહિ. પ્રથમ તારા પાપનું તું નિવારણ કર અને નિર્દોષ બન. પછી અન્યના દુર્ગુણ જો.”૨૬ “આપણે સૌ એક પરમ પિતાનાં સંતાનો છીએ' એ ખ્રિસ્તી ધર્મના અગ્રિમ સૂત્રમાંથી વ્યક્તિગત અને સામાજિક નિયમો ફલિત થાય છે. ફાધર વાલેસ લખે છે મારે માટે જ કર્યું” એ ઈસુની નીતિશાસ્ત્રનું મૂળ સૂત્ર છે. એમાંથી નૈતિક આચરણના વ્યવહારના બધા નિયમો ઊતરી આવે છે. કોઈનો તિરસ્કાર ન કરાય કારણ કે એ ઈશ્વરનું અપમાન ગણાય, કોઈની આગળ જૂઠું ન બોલાય, કારણ કે એ ઈશ્વર આગળ જૂઠું બોલવા જેવું થાય; એટલું જ નહિ પણ કોઈનું બૂરું કરવાની વાત હવે બાજુ પર મૂકીને સૌનું ભલું કરવાની વૃત્તિ દિલમાં જાગે છે. એ રીતે ઈસુના ધર્મદર્શનમાં માનવસેવાનો મહિમા અને ગૌરવ છે અને સેવા તે પૂજા, માણસ ઉપરનો સ્નેહ એ ભગવાન માટેની ભક્તિ, કોઈના ઉપર કરેલો ઉપકાર તે ભગવાનને ચઢાવેલું નૈવેદ્ય બને. એ સંસ્કારો ખ્રિસ્તી ધર્મમાં ઊતરી આવેલા - Page #193 -------------------------------------------------------------------------- ________________ 182 જગતના વિદ્યમાન ધર્મો હોવાથી એમાં ગરીબો, માંદાઓ, દુખિયાંઓની સેવા ઉપર પહેલેથી જ ભાર મૂકાયો અને એની પરંપરા ચાલી.”૨૭ નૈતિક સણો : ગિરિપ્રવચનોમાં ઉપદેશાયેલા સણો ઉપરાંત નીચેના સગુણો ઉપર પણ ખ્રિસ્તી ધર્મમાં ભાર મૂકવામાં આવે છે : સત્યઃ “અસત્યને ફગાવી દો, એકબીજા સાથેના વ્યવહારમાં સાચું જ બોલો, કારણ આપણે એક જ શરીરના અંગો છીએ.”૨૮ પ્રેમઃ “જોકે હું (કંગાલોનું) પોષણ કરવા સારું મારી સર્વ સંપત્તિ આપી દઉં અને જો હું મારું શરીર અગ્નિને સોંપું, પણ મારામાં પ્રીતિ ન હોય તો મને કશો લાભ નથી. પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે; પ્રીતિ અદેખાઈ કરતી નથી; પ્રીતિ આપવડાઈ કરતી નથી, પોતાનું જ (હિત) જોતી નથી, ખિજવાતી નથી, અંધકારને લેખવતી નથી, અન્યાયમાં હરખાતી નથી પણ સત્યમાં હરખાય છે, સઘળું ખમે છે, સઘળું માને છે, સઘળાની આશા રાખે છે, સઘળુ સહન કરે છે, પ્રીતિ કદી ખૂટતી નથી.”૨૯ “આ જ કારણસર તમારે પ્રાણપણે પ્રયત્ન કરીને તમારી શ્રદ્ધામાં સદાચારનો, સદાચારમાં જ્ઞાનનો, જ્ઞાનમાં સંયમનો, સંયમમાં દઢતાનો, દઢતામાં ભક્તિનો, ભક્તિમાં ભ્રાતૃભાવનો અને ભ્રાતૃભાવમાં પ્રેમનો ઉમેરો કરતા રહેવું જોઈએ.”30 શ્રદ્ધાઃ ““શ્રદ્ધા એ કોઈ અંધ લાગણી કે જડ વૃત્તિ કે વહેમ નથી. શ્રદ્ધા વિવેકપૂર્ણ હોય છે. બુદ્ધિજન્ય હોય છે, પણ શ્રદ્ધા ખાલી મનનો તરંગ કે વિચારની પ્રવૃત્તિ પણ નથી. એ પૂર્ણ વિશ્વાસ છે, વફાદારી છે, શરણાગતિ છે. “હું ઈશ્વરને માનું છું એનો અર્થ “હું ઈશ્વરને મારું જીવન સોંપી દઉં છું’ એ થાય છે. શ્રદ્ધા એ જીવનનો વિષય છે, તર્કનો કે લાગણીનો નહિ. ““શ્રદ્ધા એટલે જેની આપણે આશા રાખીએ છીએ તેની બાંયધરી અને જે નજરે જોયું નથી તેની ખાતરી.” શ્રદ્ધાથી પુણ્યશાળી બનેલ માણસ જ જીવન પામશે.”૩૧ ખ્રિસ્તી ધર્મના મતાનુસાર ડહાપણ, ન્યાય, શૌર્ય, સંયમ વગેરે સગુણો માનવી આપમેળે વિકસાવી શકે છે, પરંતુ શ્રદ્ધા, આશા અને પ્રેમ કેવળ પ્રભુકૃપાથી જ મેળવી શકાય છે. 32 6. ભક્તિભાવના : 1. ભક્તિભાવનાનું સ્વરૂપ ભક્ત અને ભગવાન, માનવ અને પ્રભુ વચ્ચેનો અતૂટ સ્નેહ તેનું નામ ભક્તિ. ખ્રિસ્તી ધર્મના મતે ભક્ત “પ્રભુ પ્રત્યેનો પોતાનો પ્રેમ બંધુપ્રેમ દ્વારા, માનવપ્રેમ દ્વારા પ્રગટ કરવાનો છે.” “માનવસેવા એ પ્રભુસેવા છે” એ ખ્રિસ્તી ધર્મનું પાયાનું સૂત્ર છે. ફાધર વાલેસ લખે છે : “આત્માનું જીવન જ્ઞાન અને પ્રેમ હોય છે. જાણવાની અને ચાહવાની પ્રવૃત્તિ છે એ દ્વારા આત્મા જીવે છે. મન અને હૃદય, ઓળખાણ અને મમતા, પરિચય અને સંબંધ તેમજ ધર્મની બાબતમાં Page #194 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મ 183 ઈશ્વર પ્રત્યે એ જીવનની પ્રવૃત્તિ એ “આધ્યાત્મિક જીવન’ તો શ્રદ્ધા અને ભક્તિનું રૂપ ધારણ કરે છે.”૩૩ માનવે કરેલી માનવીની સેવા ઈશ્વર સ્વીકારે, માનવે કરેલો માનવ ઉપરનો પ્રેમ ઈશ્વરને પહોંચે અને માનવે કરેલો માનવ સામેનો અપરાધ પણ ઈશ્વરની સામે કરેલો અપરાધ ગણાય.૩૪ આમ, ખ્રિસ્તી ધર્મ અનુસાર માનવબંધુ માટેનું સાચા દિલથી કરેલું કામ એ ભગવાનની ઉત્કૃષ્ટ પૂજા ગણાય છે. 35 2. ભક્તિભાવનાની અભિવ્યક્તિ માનવસેવા ઉપરાંત ખ્રિસ્તીઓ ધર્મગ્રંથોનું વાચન કરે છે. ક્રાઈસ્ટની માતા મેરીની મૂર્તિને પૂજે છે, ઉપાસનામાં ધૂપદીપ વગેરે સળગાવે છે. જપની માળા ફેરવે છે. ઉપવાસ કરે છે.* ખ્રિસ્તીઓ દેવળો કે પ્રાર્થનામંદિરોમાં દર રવિવારે એકત્રિત થઈને ધર્મગ્રંથોનું વાચન કરે છે, ધાર્મિક ઉપદેશ કે વ્યાખ્યાનનું શ્રવણ કરે છે, સમૂહપ્રાર્થના કરે છે, પ્રભુભોજન નિમિત્તે પ્રસાદ વહેંચે છે, સ્વૈચ્છિક રીતે દાન આપે છે અને નિરાધારને મદદ કરે છે. 37 ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ વર્ષમાં બે વખત ઉત્સવો ઊજવે છે: 1. ક્રિસ્મસ કે નાતાલ અને 2. ઇસ્ટર. આ તહેવારોની ઉજવણીમાં પણ ખ્રિસ્તીઓની ભક્તિભાવના અભિવ્યક્ત થાય છે. ખ્રિસ્તી ધર્મની સાધનામાં પ્રાર્થનાનું સ્થાન મહત્ત્વપૂર્ણ હોઈ પ્રાર્થનાના સ્વરૂપ અંગેના ખ્રિસ્તી વિચારો સ્પષ્ટ કરવાનું અહીં આવશ્યક છે. પ્રાર્થના અંગે ઈસુ ખ્રિસ્ત કહ્યું છે : “તું જ્યારે પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં જઈને બારણાં વાસએ અને એકાન્તમાં પણ વસનાર તારા પિતાની પ્રાર્થના કરજે એકાન્તની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે.”૩૮ એક શિષ્ય ઈસુ ખ્રિસ્તને કહ્યું કે અમને પ્રાર્થના કરતાં શીખવો. ઈસુએ કહ્યું : ““જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ પ્રમાણે બોલવું: “હે પિતા તારું નામ પાવન હો; તારું રાજ્ય પ્રવર્તે, અમને રોજની રોટી રોજ આપતો રહેજે; અને અમારાં પાપો માફ કરજે, કારણ અમે પણ અમારા એકેએક અપરાધીને માફ કરીએ છીએ અને અમારી કસોટી થવા દઈશ નહિ.”૩૯ પ્રાર્થનાનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં ફાધર વાલેસ લખે છે : “વિનંતીની સાથે સાથે પ્રાર્થનામાં સ્તુતિને આભારતો ભાવ પણ આવી જાય છે. ભગવાનને આપણાં વખાણની જરૂર નથી એ વાત સાચી, પરંતુ દિલમાં માન ને આદર ને કૃતજ્ઞતા હોય તો એ વ્યક્ત કર્યા વગર કેમ રહેવાશે? વળી, સ્તુતિમાં ઈશ્વરના મહિમા ને સામર્થ્યને પ્રેમ ને પ્રતાપનું આપણને ભાન થાય અને સ્મરણ રહે, માટે એનો ખરો લાભ આપણને જ મળે. ભગવાનની આગળ માનવીનું સ્થાન શું છે, ભગવાનની સાથે આપણો સંબંધ Page #195 -------------------------------------------------------------------------- ________________ 184 જગતના વિદ્યમાન ધર્મો કેવો હોય છે ને કેવો હોવો જોઈએ એનો સાચો ને ઊંડો ખ્યાલ કોઈ પુસ્તક કે ભાષણ કરતાં શાંતિમાં ને એકાંતમાં ભગવાનની પૂજા કરીને અને શ્રદ્ધાથી ને ભક્તિથી એના ભાવ હૃદયમાં ઊતરવા દઈને જ આવી શકે અને આભારદર્શનમાં પણ કૃતાર્થતા સિવાય આધીનતા છે, વિશ્વાસ છે, આનંદ છે, ભક્તિ છે, માટે પ્રાર્થનામય જીવનમાં એનું આગવું સ્થાન છે.” 7. વૈરાગ્યભાવના : પ્રભુ સિવાય સગાંસંબંધી કે માલમિલકતમાં પ્રીતિ નહિ રાખવાનો અને વૈરાગ્યભાવના વિકસાવવાનો ઉપદેશ ઈસુ ખ્રિસ્ત આપે છે.” ખ્રિસ્ત-ધર્મ-સારમાં આચાર્ય વિનોબા ભાવે લખે છે : “સંસાર ઉપર કે સંસારના વિષયો ઉપર પ્રેમ રાખશો નહિ, જે કોઈ સંસાર ઉપર પ્રેમ રાખે છે તેનામાં પરમ પિતા પ્રત્યે પ્રેમ હોતો નથી. કારણ, જે કાંઈ સંસારનું છે, જેને માટે માણસની અધમ પ્રકૃતિ ઝંખે છે અને આંખો તલસે છે અને જે વૈભવનું લોકો મિથ્યાભિમાન સેવે છે એ બધાના મૂળમાં પરમ પિતા નથી પણ સંસાર છે, અને સંસાર અને એના વિષયોની વાસનાઓ તો ક્ષણિક છે, પણ જે કોઈ ઈચ્છાનુસાર વર્તે છે તે શાશ્વત છે.”૪૧ જ્યારે શિષ્યોએ પરણવામાં સાર નથી એવું ઈસુ ખ્રિસ્તને કહ્યું ત્યારે તેમણે આ પ્રમાણે જવાબ આપ્યો : “આ વાતનો સ્વીકાર કરવાની બધા માણસોની શક્તિ નથી. જેમને ઈશ્વરની વિશેષ બક્ષિસ મળેલી છે તેઓ જ તેનો સ્વીકાર કરી શકે છે, કારણ, કેટલાક માના ગર્ભમાંથી જ લગ્ન કરવાને અસમર્થ અવતરે છે, કેટલાકને માણસો એવા બનાવે છે, અને કેટલાક ઈશ્વરના રાજ્યને ખાતર પોતે તેવા બને છે. જેનામાં શક્તિ હોય તે એનો સ્વીકાર કરે.૪૨ ઈસ્ટરના તહેવારોમાં ખ્રિસ્તીઓ ઉપવાસ કરે છે અને એ રીતે પોતાની ઇન્દ્રિયો ઉપર સંયમ અને વૈરાગ્યભાવના કેળવે છે. આ અંગે ફાધર વાલેસ યોગ્ય કહે છે : “દાન, પ્રાર્થના અને ઉપવાસ તો પુણ્યનાં કાર્યો છે, પરંતુ એની પાછળનો હેતુ શુદ્ધ ન હોય તો એ ખાલી તપની પ્રવૃત્તિ કે શિસ્તના પ્રયોગો કે વખતે આત્મજાહેરાતની ચેષ્ટાઓ બની જાય.”૪૩ ઉપસંહાર પ્રત્યેક ધર્મને આગવું જીવનદર્શન હોય છે. ખ્રિસ્તી જીવનદર્શનનો સાર જાણવા માટે ઈશ્વર અને માનવીનો સંબંધ, માનવી અને માનવીનો સંબંધ અને માનવીનો મનુષ્યતર સૃષ્ટિ સાથેનો સંબંધ એ મુખ્ય ત્રણ સંબંધો અંગે ફાધર વાલેસે સ્પષ્ટ કરેલું ખ્રિસ્તી ધર્મનું દૃષ્ટિબિંદુ જોઈએ. “ઈશ્વર સાથેનો માનવીનો સંબંધ પિતા-પુત્રનો છે. ઈશ્વર સર્જક છે, માલિક છે, પિતા છે, પ્રેમ રાખે છે, સંભાળ રાખે છે, માફી આપે છે. ને માનવ વિશ્વાસથી Page #196 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મ 185 ને ભક્તિથી ઈશ્વરને શરણે જાય છે, એનું રક્ષણ માગે છે, એની કૃપા યાચે છે. પિતા અને પુત્ર જેવો પ્રેમ ને જેવું સામીપ્ય, એક કુળ ને બે પેઢી. પિતાની આજ્ઞા ને પિતાનો વારસો. માન અને વાત્સલ્ય, આધીનતા ને આત્મીયતા. પિતા-પુત્રનો શ્રેષ્ઠ સંબંધ ઈશ્વર અને માણસ વચ્ચેના સંબંધનો દ્યોતક અને સંકેતરૂપ બની જાય.” ““માનવ અને માનવ વચ્ચેનો સંબંધ ભાઈ-ભાઈનો થાય. એક કુળ, એક લોહી, એ પિતા માટે આ બધા માણસો સરખા ને બધા પ્રતિષ્ઠિત ને બધાની વચ્ચે ભાતૃભાવનો અતૂટ તાંતણો. માટે પ્રેમ ને આદર, મદદ ને સેવા પુણ્યકર્મ બને. માનવધર્મ ધર્મ જ બને અને આખી માનવજાત એક કુટુંબ બની જાય.” એ માનવટુંબ આ જગતમાં વસે છે. સૃષ્ટિ પિતાનો મહેલ છે. માનવ માટે તો એનું સર્જન થયું છે. માટે એ મંગળ છે. સત્ય છે, આભાર સાથે એનો ઉપયોગ કરવા માટે છે, એની સેવા લેવા માટે છે. ટૂંકમાં, ઈશ્વર પરમ પિતા, માનવજાત એ એનું કુટુંબ અને સૃષ્ટિ એની વાડી - એ સંબંધો છે.૪૪ Page #197 -------------------------------------------------------------------------- ________________ 186 જગતના વિદ્યમાન ધર્મો સંદર્ભ-સૂચિ 1. પારેખ નગીનદાસ અને ફાધર ઈસુદાસ કવેલી, શુભસંદેશ, માર્ક 1:9 શુભસંદેશ, લૂક 3 : 16 3. શુભસંદેશ, માર્ક 6 : 24-29 પવિત્રશાસ્ત્ર (હિંદ તથા લંકાની બાઈબલ સોસાયટી, બેંગલોર) લૂક 2 : ૪ર४७ ગાંધીજી, સત્યના પ્રયોગો, પૃ. 69 પારેખ નગીનદાસ અને ફાધર ઈસુદાસ કુવેલી, શુભસંદેશ માર્ક 6 : 4 7. પારેખ નગીનદાસ અને ફાધર ઈસુદાસ ફવેલી, શુભસંદેશ, લૂક 23: 34 8. એજન, 24 : 13-49 9. આનંદશંકર બા. ધ્રુવ, ધર્મવર્ણન, પૃ. 199 10. ફાધર વાલેસ, ખ્રિસ્તીદર્શન, પૃ. 12 11. આનંદશંકર બા. ધ્રુવ, ધર્મવર્ણન, પૃ. 215 12. રાધાકૃષ્ણનું, ધર્મોનું મિલન, પૃ. 188 13. આનંદશંકર બા. ધ્રુવ, ધર્મવર્ણન, પૃ. 215 14. રાધાકૃષ્ણનું, ધર્મોનું મિલન, પૃ. 106 15. ફાધર વાલેસ, ખ્રિસ્તીદર્શન, પૃ. 53-54 16. રાધાકૃષ્ણનું, ધર્મોનું મિલન, પૃ. 104 17. ફાધર વાલેસ, ખ્રિસ્તીદર્શન, પૃ. પપ 18. પવિત્રશાસ્ત્ર, ઉત્પત્તિ, 1 : 25-28 19. આનંદશંકર બા. ધ્રુવ, ધર્મવર્ણન, પૃ. 216 20. ફાધર વાલેસ, ખ્રિસ્તીદર્શન, પૃ. 115 21. પારેખ નગીનદાસ અને ફાધર ઈસુદાસ વેલી, શુભસંદેશ, માથ્થી 13: 41 43 22. ફાધર વાલેસ, ખ્રિસ્તીદર્શન, પૃ. 112 23. એજન, પૃ. 116-117 Page #198 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મ 187 24. એજન, પૃ. 113 25. પારેખ નગીનદાસ અને ફાધર ઈસુદાસ કુવેલી, શુભસંદેશ, યોહાન 3: 18 26. પારેખ નગીનદાસ અને ફાધર ઈસુદાસ કવેલી, શુભસંદેશ, માથ્થી 5, ૨૧થી 7, 2 27. ફાધર વાલેસ, ખ્રિસ્તીદર્શન, પૃ. 16 28. એજન, પૃ. 73 29. પવિત્રશાસ્ત્ર, કોરીંથીઓને પહેલો પત્ર 13 : 7-8 30. વિનોબા ભાવે, ખ્રિસ્તીદર્શન, પૃ. 164 31. ફાધર વાલેસ, ખ્રિસ્તીદર્શન, પૃ. 64-65 32. J. B. Noss, Man's Religions, P. 63 33. ફાધર વાલેસ, ખ્રિસ્તીદર્શન, પૃ. 117 34. એજન, પૃ. 15 35. એજન, પૃ. 16 36. આનંદશંકર બા. ધ્રુવ, ધર્મવર્ણન, પૃ. 215 37. Archer John Clark, Faiths Men live by, P. 398 38. પારેખ નગીનદાસ અને ફાધર ઈસુદાસ ફવેલી, શુભસંદેશ, માથ્થી 6 : 6 39. ફાધર વાલેસ, ખ્રિસ્તીદર્શન, પૃ. 88 40. એજન, પૃ. 90-91 41. વિનોબા ભાવે, ખ્રિસ્તી-મર્મ-સાર, પૃ. 170 42. પારેખ નગીનદાસ અને ફાધર ઈસુદાસ વૅલી, શુભસંદેશ, માથ્થી 19: 10 12 43. ફાધર વાલેસ, ખ્રિસ્તીદર્શન, પૃ. 9 44. એજન, પૃ. 119-120. Page #199 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૨ ઈસ્લામ ધર્મ - ઉમેશકુમાર યાજ્ઞિક 1. ઉદ્ભવ અને વિકાસઃ એશિયા ખંડના નૈઋત્ય ખૂણામાં આવેલ અરબસ્તાનમાં ઇસ્લામ ધર્મ ઉદ્ભવ પામ્યો. “પરમાત્મા એક છે, અને મનુષ્યમાત્ર સમાન છે.” આવું સરળ અને મહાન સત્ય પ્રકટ કરનાર ઈસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પયગંબરનું સ્થાન વિશ્વવંદ્ય વિભૂતિઓમાં આગવું છે. ઇસ્લામનો અર્થ “શાંતિ અને સલામતી” તથા “જગતના બાદશાહ પરમેશ્વરના શરણે જવું” એવો થાય છે. કુરાને શરીફમાં જણાવ્યા પ્રમાણે મુસ્લિમ' એટલે “જેણે ખુદા અને આદમી સાથે શાંતિ સાધી છે તે.” આમ, ઇસ્લામ ધર્મે શાંતિ, સલામતી અને ભાઈચારાનો સંદેશ વિશ્વને આપ્યો છે. મહંમદ પયગંબરના કાર્યનું યોગ્ય મૂલ્યાંકન કરવા માટે તત્કાલીન રાજકીય, સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિ અંગે માહિતી મેળવવી અનિવાર્ય બને છે. એ સમયે આખું અરબસ્તાન અનેક કબીલાઓ (ટોળીઓ)માં વહેંચાયેલું હતું. કબીલાનો સરદાર શેખ કહેવાતો. તે કબીલાનો રાજા પુરોહિત અને ગુરુ ગણાતો. કબીલા માટે સૌ સભ્ય ખૂબ જ ગુમાન ધરાવતા અને તેથી કબીલાની પ્રતિષ્ઠાના નામે કબીલાઓમાં અંદરોઅંદર વેરઝેર અને ખુનામરકીઓ પેઢીઓ સુધી ચાલુ રહેતાં. કબીલાઓ ઉપર આધિપત્ય જમાવે તેવી કોઈ સત્તા નહોતી. આથી કબીલાઓમાં પરસ્પર ભય, ત્રાસ અને અરાજકતાનું વાતાવરણ રહ્યા કરતું. કબીલાઓ મોટે ભાગે ગોપજીવન ગાળતા. દરેક કબીલાના જુદા જુદા રિવાજો હતા. તેમાં કુરિવાજો અને સંકુચિતપણાએ પણ પ્રવેશ કર્યો. આરબોમાં અંધશ્રદ્ધા, શુકન-અપશુકન, ભૂતપ્રેત વગેરે વહેમોએ ઘર કર્યું હતું. રોગને મટાડવા માટે આરબો હિંસાત્મક યજ્ઞો કરતા અને તેમાં પશુઓ અને મનુષ્યોના બલિ ચઢાવતા. ત્યાં ખજૂરીનાં વૃક્ષોનો પાર નહિ. આથી દારૂની બદી ખૂબ જ ફેલાઈ હતી. જુગાર ન રમે તેને લોભિયો ગણવામાં આવતો. ગુલાબો અને સ્ત્રીઓ તરફ અમાનુષી વર્તાવ કરવામાં આવતો હતો. પુત્રીના જન્મને આરબો શાપ સમાન ગણતા. આથી પુત્રીને કબરમાં જીવતી દાટી દેવામાં આવતી. ત્યાં કહેવત પડેલી કે, “સૌથી સારો જમાઈ Page #200 -------------------------------------------------------------------------- ________________ ઈસ્લામ ધર્મ 189 કબર છે.” એક માણસ મનફાવે તેટલી સ્ત્રીઓ રાખી શકતો. પિતાનું મૃત્યુ થતાં પિતાએ કરેલી સ્ત્રીઓને પુત્રો વહેંચી લેતા. આમ, સમાજમાં ગુલામો અને સ્ત્રીઓની સ્થિતિ દયાજનક હતી. આરબ પ્રજા દુરાચાર, અનીતિ, હિંસાવૃત્તિ અને વિચિત્ર વહેમોની ચુંગાલમાં ફસાઈ પડી હતી. ધાર્મિક દૃષ્ટિએ પણ આરબ પ્રજા અવનતિના ગર્તમાં ગબડી પડી હતી. અનેક દેવદેવીઓની પૂજા કરવામાં આવતી હતી. આ દેવદેવીઓને ખુશ રાખવા માટે અનેક પ્રકારની હિંસા થતી. પશુઓનો ભોગ ચઢાવવો તે તો સામાન્ય બીના હતી, પરંતુ મનુષ્યોનો પણ ઘણી વાર ભોગ ધરાવવામાં આવતો. આવા અંધાધૂંધીના સમયમાં મહંમદ પયંગબરે આ પછાત, અંધશ્રદ્ધાળુ અને અજ્ઞાન પ્રજાને શ્રદ્ધાનાં, જ્ઞાનનાં અને ધાર્મિકતાનાં પિયૂષ પાયાં. બળવાન છતાં મૃતપ્રાય પ્રજાને બેઠી કરી અને આવી પછાત પ્રજામાં પણ માનવસભ્યતાનું સર્જન કરી બતાવ્યું. ઇસ્લામ ધર્મ છિન્નભિન્ન આરબ જનતામાં એકતાની ભાવનાનું સિંચન કરી એક ઈશ્વર, એક ધર્મભાવના, એક કોમ અને એક ધર્મપુસ્તકની અદ્વિતીય ભાવના પ્રગટાવીને સમગ્ર રીતે એકસૂત્રતા સ્થાપી. આરબ સંસ્કૃતિના જનક અને સંરક્ષક મહંમદ પયગંબરના જીવન અને કાર્યનો પરિચય મેળવીએ. 2. મહંમદ પયગંબરનું જીવન અને કાર્યઃ બાલ્યાવસ્થા: ઇસ્લામીઓ માને છે કે જગત ઉપર ઈશ્વરી આદેશ પહોંચાડવા માટે ખુદા પોતાના શ્રેષ્ઠ ભક્તને પસંદ કરે છે. ઈશ્વરી સંદેશને જગતમાં પહોંચાડનારને ખુદાનો “રસૂલ”, “પયગંબર' કે “નબી' કહેવામાં આવે છે. મહંમદ પણ અલ્લાહના રસૂલ છે. ખુદાએ મોકલેલા પયગંબરોમાં મહંમદ છેલ્લા રસૂલ છે એમ માનવામાં આવે છે. અલ્લાહના આ રસૂલનો જન્મ મક્કા શહેરમાં સન ૫૭૧માં કુરેશી કુટુંબમાં થયો હતો. માતા અમીના પુત્રને જન્મ આપે તે પહેલાં જ પિતા અબ્દુલ્લાનું અવસાન થયું. અમીનાની કાયમી બીમારીના કારણે દૂધમાતા હલીમા જ બાળ મહંમદની દેખભાળ રાખતી. છ વર્ષના મહંમદે માતાની છાયા પણ ગુમાવી. ત્યાર પછી દાદા અબ્દુલ મુત્તલિબની છત્રછાયામાં ઊછરવા લાગ્યા. પરંતુ દાદાના લાડકોડ પણ લાંબો સમય ન મળી શક્યા. દાદાનું મૃત્યુ થતાં કાકા અબુ તાલિબના હાથમાં મહંમદનો ઉછેર થવા લાગ્યો. કાકાએ મહંમદને કિશોરાવસ્થામાં સાચવ્યા એટલું જ નહિ, પરંતુ મોટી ઉંમરે પણ મક્કાવાસીઓથી મહંમદનું રક્ષણ કર્યું હતું. નાનપણથી જ મહંમદનું ધ્યાન રમતગમતમાં હતું નહિ. કૌટુંબિક મુશ્કેલીઓના કારણે બાળ મહંમદને કોઈ વ્યવસ્થિત તાલીમ મળી નહિ. બાળપણ બકરાં ચરાવવામાં પસાર થયું. નાની વયે મહંમદને તેમના કાકા સાથે વેપારી વણઝારોમાં પરદેશ જવાનું થતું. આથી તેમને જુદી જુદી પ્રજાઓના રીતરિવાજો અને રહેણીકરણી અંગે જ્ઞા મળ્યું. વળી, પરદેશીઓની સરખામણીમાં આરબ પ્રજાની દુર્દશાએ મહંમદના માનસ Page #201 -------------------------------------------------------------------------- ________________ 190 જગતના વિદ્યમાન ધર્મો પર ઘેરી અસર કરી. પંડિત સુંદરલાલ “હજરત મહંમદ અને ઇસ્લામ'માં લખે છે કે, “પહેલી જ વારની સિરિયાની મુસાફરીના વર્ણનમાં એક ભલા ખ્રિસ્તી સાધુ બહેરાનું નામ પણ આવે છે. તેના પર બાળક મહંમદના સવાલો, તેમનું ઊંડું સંશોધન, તેમનું વિશાળ હૃદય, તેમની સમજણ અને તેમની ઊંડી દષ્ટિ એ બધાંની ભારે છાપ પડી. યુવાવસ્થામાં મહંમદ વેપારીઓના આડતિયા તરીકે કામ કરતા. તેમની ઇમાનદારીની વેપારીઓમાં ઘણી છાપ હતી. તેથી સૌ તેમને “અલ-અમીન' નામે બોલાવતા. અલ-અમીન એટલે વિશ્વાસુ માણસ. માત્ર વેપારીઓમાં જ નહિ પણ મક્કાની અન્ય પ્રજામાં પણ મહંમદે લોકપ્રિયતા મેળવી હતી. પરદેશીઓ અને નિબળોને મદદ કરવામાં મહંમદ હંમેશાં આગેવાની લેતા અને ગરીબ-ગુરબાંને મદદ કરવામાં મોખરે રહેતા. નાના-મોટા ઝઘડાઓની પતાવટ વખતે પણ લોકો અલ- . અમીનને મધ્યસ્થી બનાવતા.૩ મહંમદ સાહેબ ઘણી વેપારી પેઢીઓમાં આડતિયા તરીકે કામ કરતા હતા. તેમાં કરેશી કટુંબની એક વિધવા બાઈ ખાદિજાની એક ધનાઢય પેઢી હતી. તે બાઈને પોતાની પેઢીનો વહીવટ ચલાવવા માટે એક ઈમાનદાર માણસની જરૂર હતી. કાકા અબુ તાલિબે મહંમદ સાહેબને આ પેઢીમાં ગોઠવી આપ્યા. મહંમદ સાહેબનું પ્રતાપી વ્યક્તિત્વ, વેપારી કુનેહ અને સમાજસેવાની ભાવનાથી આકર્ષાઈને ખદિજાએ પોતાની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. મહંમદ સાહેબની ઉંમર પચીસ વર્ષની અને આદિજાની ઉંમર ચાલીસ વર્ષની હતી. ઉંમરમાં આટલો બધો ફરક હોવા છતાં મહંમદ સાહેબે પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. બંનેનું લગ્નજીવન સુખરૂપ નીવડેલું. ઉપદેશકાળમાં મહંમદ સાહેબને ખાદિજા પાસેથી હૂંફ મળી રહેતી. ખાદિજા મહંમદ સાહેબને હંમેશાં પ્રોત્સાહિત કરતાં. ખાદિજાથી મહંમદ સાહેબને ફાતમા નામની પુત્રી થયેલી, જેનાં લગ્ન હજરત અલી સાથે કરવામાં આવેલાં. ખદિજા સાથેના લગ્ન પછી મહંમદ સાહેબની આર્થિક જવાબદારી ઘટી. બીજો કોઈ સામાન્ય માણસ હોય તો આટલી અઢળક સંપત્તિ પ્રાપ્ત થતાં એશઆરામમાં પડી જાય. જ્યારે મહંમદ સાહેબ નજીકના હીરા પર્વતની ગુફાના એકાંતમાં બેસી ચિંતન અને સાધનામાં સમય વિતાવવા લાગ્યા. તેમનું મન આરબોની સ્થિતિ સુધારવા માટે તલસતું હતું. મહંમદે આ એકાન્ત સાધનામાં લગભગ એક દાયકો પસાર કર્યો. ખુદાતાલાને મેળવવાની તાલાવેલી અનહદ વધી ગઈ. ખાધાપીધા વગર દિવસો સુધી તેઓ ગુફામાં પડી રહ્યા અને પરવરદિગારને પ્રાર્થનાઓ કરતા રહ્યા. ઈ.સ. ૬૧૦માં રમજાનની એક રાતે ખુદાના ફરિસ્તા જિબ્રાઇલે મહંમદને ખુદાની “વહી' આપીને કહ્યું : “ખુદાએ તમને પયગંબર' તરીકે પસંદ કર્યા છે.” અને વળી કહ્યું : “જાહેર કર, તે અલ્લાહને નામે, જેણે સર્વસ્વનું સર્જન કર્યું છે.” Page #202 -------------------------------------------------------------------------- ________________ ઈસ્લામ ધર્મ 191 ફરી એક રાત્રિએ આકાશવાણી થઈ : “જાહેર કર ! જાહેર કર ! જાહેર કર !" મહંમદે પૂછ્યું : ““શું જાહેર કરું?” ત્યારે ફરી સંભળાયું : ““જાહેર કર, તારા પ્રભુને નામે, જેણે આ જગત સર્યું છે, જેણે પ્રેમથી પ્રેમનું પૂતળું - આદમી બનાવ્યો છે તે જાહેર કર. તારો પ્રભુ ઘણો જ દયાળુ છે તેણે માણસને કલમ મારફતે જ્ઞાન આપ્યું છે અને માણસ જે વસ્તુ નહોતો જાણતો તે બધી તેને તેણે શીખવી. જે | કુરાનની આ પાંચ આયતો છે જેની વહી (સંદેશ) સૌ પ્રથમ મહંમદ સાહેબ ઉપર આવી હતી. આમ, સંદેશો કે પયગામ લાવનાર મહંમદ પયગંબર થયા. શરૂઆતમાં મહંમદ સાહેબને આ સંદેશા અંગે શંકા-કુશંકાઓ જાગી. પરંતુ ખાદિજાએ તેમને પ્રોત્સાહન આપ્યું અને તેઓ પયગામ માટે પૂર્ણ પાત્ર છે તેવી ખાતરી આપી. થોડા દિવસ ગયા પછી એક વાર અવાજ સંભળાયો : ““ઊઠ! જાગ ! અને લોકોને ચેતવ. તારા પ્રભુના મહિમાનું વર્ણન કર અને તારા પ્રભુની ખાતર ધીરજથી કામ લે.”" હવે મહંમદને પૂરેપૂરી શ્રદ્ધા બેઠી. તેમણે ઉપદેશ આપવાનો પ્રારંભ કર્યો. મહંમદ સાહેબે થોડો સમય ખાનગીમાં ઉપદેશ આપ્યો. પરંતુ પછીથી તેમણે જાહેર રીતે કહ્યું : “ઈશ્વર એક છે. હું તેનો પયગામ લાવનાર રસૂલ છું. માણસ મરે ત્યારે પડોશીઓ તેની દોલત વિષે પૂછે છે પણ દેવના દૂતો તો તેના સારા કામ માટે પૂછશે માટે સત્ય બોલો અને ન્યાયથી ચાલો.” મહંમદ સાહેબે મૂર્તિપૂજાનો નિષેધ કર્યો; અને આરબોને જુગાર, દારૂ, ચોરી, વ્યભિચાર છોડી દઈને ભાઈચારાથી પવિત્ર જીવન ગાળવાનો ઉપદેશ આપ્યો. ધીરે ધીરે અનુયાયીઓની સંખ્યા વધતાં મહંમદ સાહેબે કાબામાં જાહેર પ્રાર્થના કરવા માંડી અને “અલ્લા - હો - અકબર' એટલે કે ઈશ્વર મહાન છે એવી બાંગ પોકારવી શરૂ કરી. ઇસ્લામ ધર્મના પ્રચારથી મક્કાવાસીઓ અને ખાસ કરીને દેવદેવીઓના પૂજારીઓ ખળભળી ઊઠ્યા. તેઓએ અનેક કાવતરાં રચીને ઇસ્લામીઓને રંજાડવા માંડ્યા. આથી ત્રાસ પામીને કેટલાક અનુયાયીઓ મદીના જઈને વસ્યા. તેમણે મદીનાવાસીઓને ઇસ્લામના સિદ્ધાંતો કહી સંભળાવ્યા. કેટલાક મદીનાવાસીઓ મક્કા આવી મહંમદ સાહેબને મળ્યા. બાર જેટલા મદીનાવાસીઓએ અકબાની ટેકરી ઉપર મહંમદ સાહેબ પાસે પ્રતિજ્ઞા લીધી : “અમે એક ઈશ્વરમાં શ્રદ્ધા રાખીશું. અમે અનેક ઈશ્વરની બંદગી કરીશું નહિ. ચોરી, દુરાચાર, અસત્યનું આચરણ કરીશું નહિ. કોઈ પણ બાબતમાં પયગંબરની આજ્ઞાનું ઉલ્લંઘન કરીશું નહિ અને પયગંબરના પ્રત્યેક કામમાં પૂરતો સાથ આપીશું.” ઇસ્લામના ઇતિહાસમાં આ પ્રતિજ્ઞા ટેકરીના નામ પરથી “અકબાની પ્રતિજ્ઞા'ના નામે વિખ્યાત છે. 6 મક્કાવાસીઓની પજવણીથી કંટાળીને ઇસ્લામીઓ મદીના ચાલ્યા ગયા. મહંમદ સાહેબ અને બીજા એક-બે અનુયાયીઓ જ બાકી રહ્યા. આ બધાને ખતમ કરી નાખવાનું મક્કાવાસીઓએ પયંત્ર રચ્યું. આ પ્રસંગે કહેવાય છે કે ફિરસ્તા Page #203 -------------------------------------------------------------------------- ________________ 192 જગતના વિદ્યમાન ધર્મો જિબ્રાઈલ મારફત મહંમદ સાહેબને ખુદા તરફથી આદેશ મળ્યો કે તેમણે મક્કા છોડીને મદીના ચાલ્યા જવું. આથી ઈ.સ. ૬૨૨માં મહંમદ પગમંબર અને હજરત અબુબકર મક્કાથી હિજરત કરીને મદીના ગયા. આ દિવસથી મુસલમાનોનું નવું વર્ષ શરૂ થાય છે. આ વર્ષથી ‘હિજરી સંવત’નો આરંભ થયો. મહંમદ પયગંબર હવેથી હજરત મહંમદ કહેવાયા. મહંમદ સાહેબના આગમન પહેલાં મદીનાનું નામ યથરીબ હતું. પરંતુ મહંમદ સાહેબના આગમનની ખુશાલીમાં શહેરને મુસ્લિમો “મદીનત-અલનબી' ઉર્ફ નબીનગર કહેવા લાગ્યા. પાછળથી તેનું નામ મદીના પડ્યું. હજરત મહંમદને મદીનામાં દફનાવવામાં આવેલા હોવાથી મુસલમાનો તેને પવિત્ર ગણી તેની યાત્રાએ જાય છે. અકબાની પ્રતિજ્ઞામાં દર્શાવેલ ઈશ્વરી સંદેશનો મહંમદ મદીનાની જનતામાં ઉપદેશ કર્યો, જેને મદીનાવાસીઓ તરફથી સારો એવો આવકાર મળ્યો. મદીના શહેરના હાકેમ તરીકે લોકોએ મહંમદને નવાજ્યા. ઈશ્વરની પ્રાર્થના કરવા માટે મહંમદ મદીનામાં પહેલી મસ્જિદ બનાવી. પોતે જાતે પથ્થરો ઊંચકીને તે મસ્જિદ બાંધવામાં સેવા આપી. મદીનાની પ્રજાએ મહંમદ સાહેબનું ધાર્મિક નેતૃત્વ તો સ્વીકાર્યું જ પરંતુ તેમનો સામાજિક અને રાજકીય નેતા તરીકે પણ સ્વીકાર કર્યો. મક્કાવાસીઓ તરફથી અવારનવાર પજવણી થયા કરતી હતી તેથી આખરે એક દિવસ હજરતે પોતાના શિષ્યોને ફરમાન કર્યું : “સત્ય અને ધર્મના રક્ષણ માટે જેઓ તલવાર પકડે છે તેમને સ્વર્ગ મળે છે.” દસ હજાર મુસ્લિમો ધર્મયુદ્ધ માટે બહાર પડ્યા. સાંજે આ ફોજ મક્કાની બહાર રોકાઈ. સિપાઈઓને હુકમ કરવામાં આવ્યો હતો કે, બનતાં સુધી કોઈ પર હથિયાર ન ઉગામવું. અને કોઈ દુશ્મન મળે તો તેને પકડી લાવવો. થોડી વાર પછી પહેરા પરના સિપાઈઓ શહેર બહારથી બે માણસોને પકડીને મહંમદ સાહેબ પાસે લાવ્યા. તેમાંનો એક પ્રખ્યાત કુરેશ સરદાર અબુ સુફિયાન હતો. પોતાના જિંદગીભરના દુશ્મનને પોતાની સમક્ષ જોઈને મહંમદ સાહેબની આંખમાંથી ટપટપ આંસુ ટપકવા લાગ્યાં. તેમણે અબુ સુફિયાનના બધા જૂના અપરાધ વગર શરતે માફ કરી દીધા અને તેને આદરપૂર્વક બેસાડ્યો. અબુ સુફિયાનના દિલ પર આની ઘણી ઊંડી અસર થઈ. તે ઉપકાર નીચે દબાઈ ગયો. તેની મારફતે મક્કાવાસીઓને સંદેશો મોકલવામાં આવ્યો. એમ કહેવાય છે કે કેવળ મુઠ્ઠીભર મામસો સિવાય અબુ સુફિયાને અને બીજા બધાએ મહંમદ સાહેબને પોતાના સરદાર અને મદીનાની સરકારને પોતાની સરકાર માની લીધાં. આમ, એક પણ માણસનું લોહી રેડ્યા વગર મક્કા જીતી લેવામાં આવ્યું. મક્કા ઉપર ઇસ્લામનો વાવટો ફરક્યો અને મદીનાવાસીઓને મક્કામાં પવિત્ર કાલાહની “હજ કરવાની છૂટ મળી. મહંમદ સાહેબની પોતાનો ધર્મ ફેલાવવાની રીત કુરાનમાંની આયતો અનુસાર હતી. તેમના જીવનમાં એક દાખલો એવો નથી મળતો જેમાં તેમણે કોઈને Page #204 -------------------------------------------------------------------------- ________________ ઈસ્લામ ધર્મ 193 પણ તલવારને જોરે કે કોઈ પણ જાતનું દબાણ કરીને પોતાના ધર્મમાં સામેલ કર્યો હોય, કોઈ કબીલા કે ટોળીને પોતાના ધર્મમાં લાવવા માટે તેના પર કદી ચડાઈ કરી હોય અથવા એ કામને માટે એક પણ લડાઈ લડ્યા હોય. ધર્મની બાબતમાં બીજાઓ પાસેથી જેટલી સ્વતંત્રતાની તેઓ આશા રાખતા તેટલી સ્વતંત્રતા બીજાને આપતા. ઈ.સ. ૬૩૦માં મહંમદ સાહેબે ફરીથી મક્કામાં પ્રવેશ કર્યો. જેઓએ ઇસ્લામ વિરુદ્ધ કાવતરાંઓ રચ્યાં હતાં તે સૌને ઉદારતાપૂર્વક માફી બક્ષી અને પ્રેમથી સૌનાં મન જીતી લીધાં. “ઇસ્લામનો સંદેશો જગતભરમાં ફેલાવવાનું કાર્ય મને ખુદાએ સોંપ્યું છે એમ કહીને તેમણે રોમન સમ્રાટ તથા ઈરાનના શાહને ઇસ્લામ ધર્મનો સ્વીકાર કરવા પત્રો લખ્યા હતા. ઈ.સ. ૬૩૨માં મહંમદ સાહેબ એક લાખ ચાલીસ હજાર માણસોને સાથે લઈને કાબાની હજ પઢવા માટે મક્કામાં છેલ્લી વાર આવ્યા. અરાફતના મેદાનમાં મહંમદ સાહેબે આપેલા પ્રવચનના આખરી શબ્દો આ હતા : ““તમારું જીવન પવિત્ર છે. તમે કોઈ મિલકત કે જીવન ઉપર આક્રમણ કરશો નહિ. તમારી પત્નીઓને તમારી ઉપર સમાન અધિકાર છે. ગુલામોની સંભાળ રાખજો. ખોરાક, કપડાં માટે તમારી અને તેમની વચ્ચે ભેદ રાખશો નહિ, પ્રત્યેક માલિક કે ગુલામ સમાન હોઈ પરસ્પર ભાઈચારાનો સંબંધ રાખશો.” આ અંતિમ સંદેશ આપ્યા પછી તેમની અંગત મિલકત જે માત્ર સાડા ત્રણ રૂપિયા હતી તેનું દાન કર્યું અને ખુદાની બંદગી કરતાં કરતાં ઈ.સ. ૬૩૨માં મહંમદ પગમંબર જન્નતનશીન થયા. આ વખતે તેઓ અરબસ્તાનના ધર્મગુરુ. કવિ, પયગંબર અને રાજવી હતા. બોસ્વર્થ સ્મિત લખે છે : ““મહંમદ પયગંબરને એક સાથે ત્રણ વસ્તુ સ્થાપવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું : એક જાતિ, એક રાજ્ય અને એક ધર્મ. ઇતિહાસમાં આ જાતનો બીજો દાખલો ક્યાંય જોવા મળતો નથી.”૯મહંમદ સાહેબની આ અદ્વિતીય સિદ્ધિને ધ્યાનમાં રાખીને એ. જી. લિયોનાર્ડ લખે છે: “ખરેખર મહંમદ સાહેબ મહાનમાં મહાન પુરુષ કરતાં પણ ઘણા મહાન હતા.” 3. ઈસ્લામ ધર્મનું શાસ્ત્રઃ ઇસ્લામ ધર્મનું મુખ્ય શાસ્ત્ર કુરાન છે. તે ઉપરાંત હદીસ' નામના ગ્રંથોનો મુસ્લિમો આદરપૂર્વક પાઠ કરે છે. બંનેનો ક્રમશઃ પરિચય મેળવીએ. 1. કુરાન : ઇસ્લામ ધર્મનો આ મુખ્ય ગ્રંથ છે. ખુદાતાલાએ માનવજાતિના ઉદ્ધાર માટે અનેક પયગંબરો દ્વારા પોતાની વહીઓ (સંદેશાઓ) મોકલાવી હતી. જિબ્રાઈલ નામના ફિરસ્તા દ્વારા મહંમદ પયગંબર ઉપર ખુદાએ મોકલેલી વહી તે જ કુરાન ગ્રંથ, કુરાનના અધ્યાયને સુરા (ઈટ) કહે છે. કુરાનની કુલ 114 સુરાઓ છે. કુરાનની સુરા ઉપર ઇસ્લામ ધર્મનું ચણતર થયેલું છે. કુરાનનો અર્થ “જાહેર કરવું કે “વાંચવું એવો થાય છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ 194 જગતના વિદ્યમાન ધર્મો કુરાનની સુરાઓ નાની-મોટી છે. મોટામાં મોટી સુરામાં 286 આયત છે. જ્યારે નાનામાં નાની સુરામાં માત્ર ત્રણ જ આયતો છે. આ આયતો વેદની ઋચાઓની માફક ગાઈ શકાય તેવી અને કાવ્યરસથી સભર છે. કુરાનની શૈલી ઉત્કૃષ્ટ, સુંદર અને રસિક હોવાથી સાહિત્યની દૃષ્ટિએ કુરાન ઉત્તમ કૃતિ છે. આ ગ્રંથમાં ઇસ્લામ ધર્મના સિદ્ધાંતો તથા અલ્લાહના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. મહંમદના મૃત્યુ પછી હજરત ઉસ્માને કુરાનની રચના કરેલી છે. એક ઈશ્વરમાં શ્રદ્ધા, પવિત્ર જીવન, નીતિના સિદ્ધાંતો તેમજ ગુલામો, બાળકો અને સ્ત્રીઓ તરફ પ્રેમભર્યું વર્તન રાખવા ઉપર આ ગ્રંથમાં ભાર મૂકવામાં આવ્યો છે. ઇસ્લામી દેશોના કાયદા ઘડવામાં તથા મુસ્લિમ સંસ્કૃતિના વિકાસ અને ઘડતરમાં આ ગ્રંથે આપેલો ફાળો અસાધારણ છે. મુસલમાનો આ ગ્રંથ પ્રત્યે માન અને આદરભાવની લાગણી વ્યક્ત કરવા માટે તેની પાછળ “શરીફ” વિશેષણ લગાડીને તેને “કુરાને શરીફ' કહે છે. કુરાન અંગે કુરાનમાં કહ્યું છે : “ઈશ્વરે આ ગ્રંથ (કુરાન) તમારા (મહંમદ સાહેબના) ઘટમાં ઉતાર્યો છે. આની કેટલીક આયતો નિશ્ચિત આદેશો છે ને તે જ આ ગ્રંથનો પાયો છે. બાકીની આયતો દષ્ટાંતરૂપ છે. જેમના દિલમાં વક્રતા છે તેઓ આ દષ્ટાંત-આયતોને આધારે વર્તે છે અને તેઓ તે દ્વારા લડાઈ-ઝઘડાઓ કરવા ઉત્સુક રહે છે; તેઓ પોતાનો ફાવતો અર્થ ઘટાવે છે. પરંતુ એનો અર્થ ઈશ્વર સિવાય બીજા કોઈ જાણતા નથી.”૧૦ 2. હદીસઃ પયગંબર મહંમદ સાહેબનાં રોજનાં કાર્યો અને તેમના સંવાદોનું નિરૂપણ કરતા સંગ્રહોને હદીસ કહેવામાં આવે છે. કુરાનના ઉપદેશની શ્રેષ્ઠ સમજૂતી મહંમદ સાહેબની વર્તણૂક ઉપરથી મળી રહેતી હોવાથી આ સંગ્રહોનું મહત્ત્વ ઘણું વધી જાય છે. બુખારી, મુસ્લિમ, અબુદાઉદ, તિરમિઝી, ઈન્નેમાજા અને નસાઈ એ છે હદીસો મુખ્ય છે. 4. તાત્ત્વિક સિદ્ધાંતો 1. એકેશ્વરવાદ : એકેશ્વરવાદની ભાવના ઈસ્લામ ધર્મની વિશિષ્ટતા છે. ઇસ્લામના આ એકેશ્વરવાદના સિદ્ધાંતને તૌહીદ કહેવામાં આવે છે. કુરાનમાં લખ્યું છે : “જે રહમાન (માતાના જેવા પ્રેમથી ભરેલો) અને રહીમ (દયાળુ) છે, તે અલ્લાહના નામથી કહી દે કે અલ્લાહ એક છે અને સર્વ કાંઈ તે જ અલ્લાહને આધારે છે. તે પોતે ન તો કદી જન્મ લે છે ન કોઈને જન્મ આપે છે.” કુરાનની આ સુરાનું નામ જ “અલ ખલાસ” (એક હોવું) છે. કુરાનમાં વારંવાર આવે છે: ““લા ઇલાહા ઇલ્લિલ્લાહ” (એ એક સિવાય બીજો અલ્લાહ નથી.) 2. અલ્લાહનું સ્વરૂપ : અલ્લાહના સ્વરૂપનું વર્ણન કરતાં કુરાન કહે છે કે અલ્લાહ સર્વશક્તિમાન, સર્વજ્ઞ અને ન્યાયી છે. તે બ્રહ્માંડોનો શહેનશાહ છે. આકાશ Page #206 -------------------------------------------------------------------------- ________________ 195 અને પૃથ્વીનો માલિક છે. જીવન અને મૃત્યુનો સર્જક છે. જેના હાથમાં અમાપ સત્તા અને અબાધિત શક્તિ છે. 11 કોઈ તેના જેવું નથી. તેઓ પોતે જ પોતાની ઉપમા છે. 12. ઇસ્લામના મતે અલ્લાહ માત્ર સર્વશક્તિમાન અને કડક ન્યાયાધીશ જ નથી પરંતુ મંગલમય, દયામય અને કરુણાસાગર છે. ““પાપની ક્ષમા કરનારો, પશ્ચાત્તાપનો સ્વીકારનારો, 13 ભૂલા પડેલાને રસ્તો બતાવનારો, દુઃખમાત્રથી છોડાવનારો, દુખિયાનો બેલી અને આફતમાં પડેલાને દિલાસો દેનાર છે.”૧૪ અલ્લાહ રહીમ (દયાળુ) છે તે દયાળુ પર દયા કરે છે. ““જેઓ પૃથ્વી કરે છે તેમના પર તમે દયા કરો અને આસમાન પર છે તે તમારા પર દયા કરશે.”૧૧ ઇસ્લામની કલ્પના પ્રમાણે અલ્લાહ જગતનો સર્જક અને પોષક છે. તે જગતની પાર દૂર દૂર વસનારો દેવ છે. તેના કરતાં અધિક તો પ્રકૃતિમાં અને જગતની ઘટમાળમાં વસનારો અંતર્યામી છે, 16 ““પૂર્વ અને પશ્ચિમ અલ્લાહનાં જ છે માટે તમે જે દિશા તરફ મોઢું ફેરવશો ત્યાં અલ્લાહ તમારી સામે જ છે અને તમારી અંદર (પણ) છે; તેને તમે કેમ જોતા નથી ?" 3. માણસનું સ્વરૂપ અને તેનો અલ્લાહ સાથેનો સંબંધઃ અલ્લાહ અને મનુષ્ય વચ્ચે માલિક બંદા (સ્વામી-સેવક)નો સંબંધ છે. ઇસ્લામ ધર્મ આત્માના અમરત્વમાં માને છે પરંતુ પુનર્જન્મનો સિદ્ધાંત તેમાં સ્વીકારવામાં આવતો નથી. યહૂદી અને ખ્રિસ્તી ધર્મની જેમ ઇસ્લામ પણ પુનર્જન્મના સિદ્ધાંતને બદલે કયામતના સિદ્ધાંતમાં માને છે. કબરમાં સૂતેલા બધા આત્માઓ ઉપર ખુદાનો ફરિતો ઇઝરાઇલ દેખભાળ રાખે છે. જ્યારે દુનિયા ઉપર પાપ વધી જાય છે ત્યારે સૃષ્ટિનો પ્રલય થાય છે. આ સમયે કબરમાં સૂતેલા બધા આત્માઓ ઊઠીને ઊભા થશે અને ઈઝરાઈલ તેમને ખુદાની સમક્ષ પાપપુણ્યના ન્યાય માટે ખડા કરશે. ખુદા દરેક આત્માના કર્મનો ફેંસલો કરીને પુણ્યશાળીઓને જન્નત (સ્વર્ગ)ના બગીચામાં મોલશે, અને પાપાત્માઓને જહન્નમ (નરક)ની ઊંડી ખાઈમાં ફેંકી દેશે, જ્યાં તેઓ અખંડ વેદનામાં ખડબદતા રહેશે. 4. કર્મનો સિદ્ધાંત અને પાપ-પુણ્ય અંગેની માન્યતાઓ : આમ, આપણે જોઈએ છીએ કે ઇસ્લામ ધર્મ દૃઢપણે માને છે કે માણસને તેના સારા-માઠાં કર્મોનું ફળ ભોગવવું પડે છે. “જે માણસ એક બાજુ નમાજ પડશે, રોજા રાખશે અને દાન કરશે તથા બીજી બાજુ કોઈની ઉપર જૂઠો આરોપ મૂકશે, બેઈમાની કરીને કોઈનાપૈસા ખાઈ જશે કે કોઈનું લોહી રેડશે અથવા કોઈને દુઃખ દેશે એવા માણસની નમાજ,તેના રોજા, તેનું દાન કશું કામમાં નહિ આવે. તેણે બીજાં જે કંઈ સારાં કામ કર્યા હશે તે બધાં તેના હિસાબમાંથી કાપીને તેણે જેમના પર જુલમ કર્યો હશે તેમનાહિસાબમાં ઉમેરી દેવામાં આવશે અને એમ કરવાથી પણ નહિ પડે ત્યારે પેલાપીડિતોએ પહેલાં જેટલાં પાપ કર્યો હશે તે તેમના હિસાબમાંથી બાદ કરીને આ જુલકરનારનાં પાપોમાં ઉમેરી દેવામાં આવશે.”૧૮ Page #207 -------------------------------------------------------------------------- ________________ 196 જગતના વિદ્યમાન ધર્મો જે કોઈ સત્કર્મ કરશે અને ઈશ્વરમાં વિશ્વાસ રાખશે તેને પોતાનાં કૃત્યોનું સારું ફળ મળશે.”૧૯ 5. મોક્ષનું સ્વરૂપ અને મોક્ષપ્રાપ્તિનાં સાધનો : કયામતના દિવસ પછી જહન્નમમાં જવું ન પડે અને જન્નતની પ્રાપ્તિ થાય એ માનવજીવનનું અંતિમ ધ્યેય ગણાયું છે. ““હે શાંતિધારી આત્મા ! તું તારા પરવરદિગાર પાસે એવી સ્થિતિમાં પાછો ફર કે તું તેનાથી રાજી હોય અને તે તારાથી રાજી હોય. તું મારા ખાસ બંદાઓમાં દાખલા થઈ જા અને તું મારા જન્નતમાં ચાલ્યો આવ.”૨૦ ઈસ્લામ ધર્મ પ્રમાણે માણસોના જીવનના આ અંતિમ ધ્યેયની પ્રાપ્તિનાં સાધનો તરીકે “ઈમાન' અને “દીન'ને ગણાવી શકાય, કારણ કે આ બંનેમાં ઈસ્લામ ધર્મના સમગ્ર સિદ્ધાંતો આવી જાય છે. આથી આપણે આ બે બાબતોનો પરિચય મેળવીએ. અ. ઈમાન : ઈમાન એટલે વિશ્વાસ અથવા શ્રદ્ધા. દરેક ઈસ્લામીને છ બાબતોમાં શ્રદ્ધા ધરાવવાનું ફરમાન છે: 1. અલ્લાહ, 2. ફિરસ્તા, 3. કુરાને શરીફ, 4. પયગંબરો, 5. કયામત અને 6. કિસ્મત. આ છ પૈકી અલ્લાહ, કુરાને શરીફ અને ક્યામત અંગે આપણે અગાઉ જોઈ ગયાં છીએ. બાકીની ત્રણ બાબતો અંગેની ઇસ્લામ ધર્મની માન્યતાઓ નીચે પ્રમાણે છે : 1. ફિરસ્તાઓ H ફિરસ્તાઓ ખુદાના ખિદમતગારો છે. ફિરસ્તાઓ આકાશમાં વિહરતા રહે છે અને ખુદાની વહીઓ (સંદેશાઓ) પયગંબરોને પહોંચાડવાનું કામ કરે છે. જિબ્રાઈલ નામના ફિરસ્તાએ મહંમદ સાહેબને ખુદાની વહીઓ પહોંચાડી છે. ઈઝરાઈલ કબરની દેખભાળ રાખનાર ફિરસ્તો છે. ખુદાના આ કાર્યવાહકોમાં શ્રદ્ધાપૂર્વક માનવાનો અને શેતાનમાં નહિ માનવાનો કુરાનમાં આદેશ અપાયો છે. 2. પયગંબરો પયગામ લાવે તે પયગંબર. દુનિયા ઉપર પોતાનો પયગામ પહોંચાડવા માટે અલ્લાહ જેને પસંદ કરે છે તે પયગંબરો અથવા રસૂલો કહેવાય છે. આં રસૂલો જગતમાં ખુદાઈ નૂર પ્રગટ કરે છે. માનવજાતિના ઉત્કર્ષ માટે ખુદાએ અનેક રસૂલોને મોકલ્યા છે. સૌથી છેલ્લા રસૂલ મહંમદ સાહેબ છે. આથી મહંમદ સાહેબનો ઉપદેશ પ્રમાણભૂત મનાય છે. પ્રત્યેક મુસ્લિમ આ બાબતમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે. 3. કિસ્મત : કિસ્મત એટલે નસીબ. અલ્લાહ સમગ્ર વિશ્વનો સર્જનહાર હોવાથી તેણે પોતાની ઇચ્છાથી માણસોનાં સુખ અને દુઃખ નક્કી કર્યા છે. તેમાં માનવી ફેરફાર કરવા સમર્થ નથી. આથી પ્રારબ્ધમાં અને ખુદામાં શ્રદ્ધા રાખી આવી પડેલાં દુઃખો સહન કરવા અને તેમાંથી પાર ઊતરવું એ દરેક મુસલમાનની ફરજ છે. બ. દીનઃ ઇસ્લામ ધર્મનું બીજું અંગ “દીન' છે. દિનનો અર્થ ધર્માચરણ થાય છે. કુરાનમાં ફરમાવેલા પાંચ પવિત્ર કાર્યો કરવાનો દરેક મુસ્લિમને આદેશ Page #208 -------------------------------------------------------------------------- ________________ ઈસ્લામ ધર્મ 197 આપવામાં આવ્યો છે. “દીન'માં સમાવેશ પામતાં ઇસ્લામ ધર્મનાં આ પાંચ પવિત્ર કાર્યો ધર્મના રુકન-સ્તંભ તરીકે ઓળખાય છે. ઇસ્લામ ધર્મની ઇમારત જે પાંચ રુકન ઉપર ચણાયેલી છે તે આ પ્રમાણે છે : 1. કલમો, 2. નમાજ, 3. રોજા, 4. જકાત અને પ. હજ. આમાંના 1 અને 2 ને ભક્તિની અભિવ્યક્તિ સાથે સંબંધ છે. 3 અને 5 ને વૈરાગ્ય સાથે સંબંધ છે. અને નૈતિક સિદ્ધાંતો સાથે સંબંધ છે. પ્રત્યેકની સ્પષ્ટતા આગળ ઉપર જે તે વિભાગમાં કરીશું. 5. નૈતિક સિદ્ધાંતો : સદાચરણ પર ઇસ્લામ ધર્મ ખાસ ભાર મૂકે છે. “હું કહું છું કે કોઈ માણસ જે શાંત, સદાચારી અને બીજાના સુખે સુખી રહે છે તે નરકમાં નથી જતો.” બેહકી નામના ગ્રંથમાં લખ્યું છે : “તમે તમારી તરફથી મને છ બાબતની ખાતરી આપો અને હું તમને સ્વર્ગની ખાતરી આપું છું. 1. જ્યારે બોલો ત્યારે સત્ય બોલો. 2. વચન આપો તે પાળો. 3. કોઈનો વિશ્વાસઘાત ન કરો. 4. દુરાચારથી બચો. 5. નજર હંમેશાં નીચી રાખો અને 6. કોઈના પર જબરદસ્તી ન કરો.” પંડિત સુંદરલાલ લખે છે: “મહંમદ સાહેબના જમાનામાં અરબસ્તાનમાં સૌથી વધારે ફેલાયેલા દુર્ગુણો, જેમને કુરાનમાં ભારપૂર્વક વખોડવામાં આવ્યા છે અને જેમની બિલકુલ મનાઈ કરવામાં આવી છે તે આ હતા: શરાબખોરી, વ્યભિચારી, બહુપત્નીત્વ, બાળકીઓની હત્યા, અમર્યાદ જુગાર, વ્યાજખોરી અને તેને બહાને લોકોને લૂંટવા તેમજ જંતરમંતર જેવી બાબતોમાં અંધશ્રદ્ધા.૨૧ “અહમદમાં અબુ ઉમામા લખે છે, કોઈએ પૂછ્યું : “હે પયગંબર, ઈમાન શી ચીજ છે?” તેમણે જવાબ આપ્યો : “જો તને સત્કાર્ય કરતાં આનંદ થાય અને દુષ્કર્મ કરતાં દુઃખ થાય તો તું ઈમાનદાર છે.” તેણે પૂછ્યું, “અને પાપ શી વસ્તુ છે?” ઉત્તર મળ્યો : “જે કોઈ કામ કરતાં તારા આત્માને આઘાત લાગે (તે પાપ છે) તે ન કરીશ.” આમ, ઇસ્લામ ધર્મમાં સદાચારી જીવનને ધર્મના સારરૂપ માન્યું છે. અને જકાતને ધર્મનો સ્તંભ ગણવામાં આવ્યો છે. જકાતઃ દાન અથવા ખેરાતને જકાત કહે છે. પોતે કમાયેલું પોતે જ વાપરવું એ પાપ છે. એમાંથી અમુક ભાગ ગરીબ, અનાથ અને ફકીરોને માટે કાઢવો જ જોઈએ. જેમની સ્થિતિ ગરીબ ન હોય તેવા બધા જ મુસલમાનોને જકાત આપવાનું ફરમાન છે. આ જકાતનાં નાણાં જાહેર તિજોરીમાં રાખવામાં આવે છે અને તે નાણાનો ઉપયોગ ગરીબોનું પોષણ કરવામાં, રોગીઓની સારવાર કરવામાં, કેદીઓને છોડાવવામાં, દેવાદારનું દેવું ફેડવવામાં અને મુસાફરોની સેવામાં થાય છે. આ ફરજના પાલન દ્વારા મુસલમાનોમાં ભ્રાતૃભાવના કેળવાય છે અને અમુક અંશે આર્થિક અસમાનતા દૂર થાય છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ 198 જગતના વિદ્યમાન ધર્મો કુરાનમાં કહ્યું છે કે ““હે શ્રદ્ધાળુઓ ! પોતાની સાચી કમાઈના શુદ્ધ ભાગમાંથી દાન આપો - એવી વસ્તુઓમાંથી કે જે ઈશ્વરે તમને જમીનમાંથી ઉત્પન્ન કરી દીધી છે; તમે ફરી ફરી દાન કરી શકો તે હેતુથી તમે હરામની કમાઈ તરફ દૃષ્ટિ ન દોડાવો.” “જો તમે જાહેર રીતે દાન કરી શકો તો સારું છે પણ જો તમે ગુપ્ત રીતે ગરીબોને ધન આપો તો તે વધારે સારું છે. આમ કરવાથી તમારાં બૂરાં કાર્યો ઓસરતાં જાય છે; તમે જે કરો છો તેની જાણ ઈશ્વરને છે.” (2-271)23 મહંમદ સાહેબે કહ્યું છે : ““પોતાનો પડોશી પાસે જ ભૂખ્યો પડ્યો હોય ત્યારે જે માણસ પોતે પેટ ભરીને ખાય છે તે મોમીન (ઈમાનદાર) નથી.” - બૈહકી એક વાર મહંમદ સાહેબ સફરમાંથી મદીને પાછા આવ્યા અને પોતાની પુત્રી ફાતમાને મળવા સીધા તેને ત્યાં ગયા. પુત્રીના ઘરમાં બે ચીજો નવી હતી. એક રેશમી કાપડનો ટુકડો પડદાની પેઠે એક દરવાજા પર લટકતો હતો અને ફાતમાના હાથમાં ચાંદીનાં કડાં હતાં. આ જોઈને મહંમદ સાહેબ પાછા પગે મસ્જિદમાં પાછા આવ્યા અને ત્યાં બેસીને રોવા લાગ્યા. ફાતમાએ પોતાના પુત્ર હસનને પૂછવા મોકલ્યો કે નાના આટલા જલદી કેમ પાછા ગયા. હસને જઈને નાનાને કારણ પૂછ્યું. પયગંબર સાહેબે જવાબ આપ્યો : “મસ્જિદમાં લોકો ભૂખ્યા બેઠા હોય અને મારી દીકરી ચાંદીનાં કડાં પહેરે તથા રેશમ વાપરે એ જોઈને મને શરમ આવી !" હસને જઈને માને કહ્યું. ફાતમાએ તરત જ કડાં ભાંગીને તે જ રેશમના કકડામાં બાંધીને પિતાને મોકલી દીધાં. મહંમદ સાહેબ ખુશ થયા અને કડાં તથા કાપડ વેચીને રોટી મંગાવી અને ગરીબોને વહેંચી દીધી. પછી તેમણે સાતમા પાસે જઈને કહ્યું, “હવે તું, ખરેખર મારી દીકરી છે.”૨૪ અન્ય નૈતિક સગુણો અંગે મહંમદ સાહેબનો ઉપદેશ જોઈએ. 1. માબાપની સેવાઃ “પોતાનાં માબાપ સાથે સદાચારથી વર્તો-જો તેમાંથી કોઈ એક કે બંને ઘરડાં થઈ જાય તો તેમને લેશ પણ માઠું ન લાગવા દો, તેમને કોઈ આકરી વાત ન કહો, એમની સાથે વાતચીત કરો તો પ્રેમથી અને નમ્રતાથી કરો, તેમની પાસે વિવેકપૂર્વક રહો, એમના પ્રત્યે સભાવના રાખો તથા ઈશ્વર પાસે માગો : “હે ભગવાન એમના ઉપર દયા વરસાવ, કારણ કે એમણે મને નાનેથી મોટો કર્યો છે.૨૫ લડાઈના દિવસોમાં કોઈએ આવીને કહ્યું : ““હે પયગંબર, હું (અલ્લાહને માટે) લડાઈમાં જવા ઇચ્છું છું.” મહંમદ સાહેબે તેને પૂછ્યું: “તારી મા જીવે છે?” પેલાએ કહ્યું, ““હા.” મહંમદ સાહેબે ફરી પૂછ્યું: “શું બીજું કોઈ તેનું પાલન-પોષણ કરનાર છે ?" પેલાએ જવાબ આપ્યો : “ના.” મહંમદ સાહેબે કહ્યું : ““તો જા, તારી માની સેવા કર, કારણ કે ખરેખર તેનાં જ ચરણો નીચે સ્વર્ગ છે.”૨૬ 2. ભલાઈઃ “અને જો તમે કોઈ પર બદલો લેવા લાગો તો એટલો જ બદલો Page #210 -------------------------------------------------------------------------- ________________ ઈસ્લામ ધર્મ 199 લો જેટલો તમારી સાથે દુર્વ્યવહાર થયો હોય. પરંતુ તમે જો ધીરજપૂર્વક સહન કરી લ્યો તો ધૈર્ય ધરનારને અંતે સારું જ ફળ મળશે; અને તમે બૈર્ય ધરો પણ ધીરજ ધરવાનું અલ્લાહની મદદથી જ થઈ શકશે. તમે બીજાની ચિંતા ન કરો અને એની ફીકર ન કરો કે તેઓ શી શી યુક્તિઓ યોજે છે ખરેખર જે બૂરાઈથી વેગળા છે અને બીજાઓની સાથે ભલાઈ કરે છે તેની સાથે અલ્લાહ છે.”૨૭ 3. ભ્રાતૃભાવનાઃ અલ્લાહ એક છે એ ઉપરથી જ માણસો બધા એક છે એવું તારણ કુરાને કાઢ્યું છે. ““સર્વે માણસો એક ઉમ્મત એટલે એક કોમ છે.”૨૮ “સૌ માણસો એક જ કોમ”ના સિદ્ધાંતથી ઇસ્લામે નાના-મોટા, અમીરગરીબ, ઊંચ-નીચ, નાત-જાત, કુળ, વંશ, રંક, ગુલામ અને માલિક વગેરેના સર્વ ભેદો દૂર કરીને સૌ માણસો સમાન હોવા પર અતિશય ભાર મૂક્યો છે. કુરાનમાં કહ્યું છે : “અલ્લાહના બંદાઓમાં કેટલાક એવા છે જેઓ નથી પયગંબર કે નથી શહીદ. પરંતુ અલ્લાહ સમક્ષ તેમને સન્માન પામતા જોઈને પયગંબરો અને શહીદો પણ ઈર્ષા કરશે. આ તે બંદાઓ છે જે કેવળ પોતાના સગાંને જ નહિ પણ બધાં માનવીઓને ચાહે છે. તેમના ચહેરા અલ્લાહના નૂર (પ્રકાશ)થી ચમકશે. બીજા લોકોને માટે પરલોકમાં કશો ભય કે શોક હોય કે ન હોય, આ લોકોને માટે કશો ભય કે શોક નહિ હોય.”૨૯ 4. નમ્રતા: “અલ્લાહે મને હુકમ આપ્યો છે કે નમીને ચાલ અને નાનો બનીને રહે જેથી કરીને બીજાથી તું ઊંચો ન થઈ જાય તેમજ બીજા કરતાં મોટો હોવાનો ઘમંડ ન કર. જેના મનમાં રતિભાર પણ ઘમંડ છે તે કદી સ્વર્ગમાં નથી જઈ શકશો. સૌ માનવીઓ આદમનાં સંતાન છે અને આદમ માટીમાંથી પેદા થતો હતો."30 5. ન્યાય અને સત્યઃ “તમે ઇસ્લામીઓ ! ન્યાયના પક્ષે રહેજો. જ્યારે તમે સાક્ષી આપો ત્યારે ઈશ્વરને હાજર રાખીને આપજો. તારી જુબાની ભલે તારી પોતાની, તારાં માબાપની કે તારાં વહાલાં સંતાનોની વિરુદ્ધ જતી હોય કે પછી કોઈ ગરીબ કે તવંગર વિશેની હોય પરંતુ હંમેશાં તું સત્યને વળગી રહેજે.”૩૧ “જ્યારે કોઈને કોઈ પણ ચીજ માપીને આપો ત્યારે બરાબર માપીને આપજો, તોળીને આપો તો ત્રાજવું ને કાટલાં સાચાં રાખજો, આ જ સદાચાર છે અને છેવટે તેથી જ તમારું ભલું થવાનું છે.”૩૨ “અન્યાયથી કોઈનો માલ હડપવાનો પ્રયત્ન ન કરો તથા કચેરીઓમાં પૈસાના બળે અધિકારીઓને પોતાના પક્ષમાં લેવાની કોશિશ ન કરો; અને એવું ન કરો જેથી તમે અધર્મથી કોઈના માલમાંથી કાંઈ ભાગ પડાવો.”૩૩ 6. અક્રોધઃ “બળવાન તે નથી જે બીજાઓને નીચે પાડી નાખે; આપણામાં બળવાન તે છે જે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખે છે.”૩૪ Page #211 -------------------------------------------------------------------------- ________________ 200 જગતના વિદ્યમાન ધર્મો 7. જીવદયા : અબ્દુલ્લા કહે છે કે, એકવાર અમે પયગંબર સાથે મુસાફરી કરતા હતા. અમે એક પક્ષી જોયું. તેની સાથે બે બચ્ચાં હતાં. અમે બચ્ચાંને પકડી લીધાં. તેમની મા ટળવળવા લાગી. પયગંબરે અમારી પાસે આવીને કહ્યું : “આના બચ્યાં છીનવીને આને કોણે કનડી? એનાં બચ્ચાં એને પાછાં આપી દો.” - અબુદાઉદ. “એક વાર એક જણ કોઈ પંખીના માળામાંથી કેટલાંક ઇંડાં ચોરી લાવ્યો. પયગંબરે તરત જ પાછાં તે જ જગ્યાએ મૂકાવી દીધાં.” “સૌ પ્રાણીઓ પરમાત્માનું કુટુંબ છે અને જે આ પરમાત્માના કુટુંબનું ભલું કરે છે તે પરમાત્માને સૌથી પ્રિય છે.”૩૫ 8. ક્ષમા નૈકી (સદ્વર્તન) તથા બદી (દુર્વર્તન) સમાન હોતા નથી માટે તું દુર્વર્તનની સામે સારામાં સારું વર્તન કરીને તેને હઠાવ.૩૬ 6. ભક્તિભાવના : 1. ભક્તિભાવનાનું સ્વરૂપ : ઇસ્લામ ધર્મના સ્વામી-સેવકભાવથી ખુદાની બંદગી-ઇબાદત (ભક્તિ-ઉપાસના) કરવામાં આવે છે. જોકે ઇસ્લામ ધર્મમાં પાછળથી ઉદ્દભવેલા સૂફી પંથના અનુયાયીઓ આશક-માશૂક ભાવે અલ્લાહને ભજે છે. મહંમદ સાહેબ નમાજ વખતે આ પ્રમાણે પ્રાર્થના કરતા : “એક સત્યશોધક તરીકે હું તેના તરફ મોં કરું છું, જેણે આસમાન અને જમીન બનાવ્યાં છે. હું એક અલ્લાહ સાથે બીજા કોઈને સામેલ કરતો નથી. ખરેખર મારી પ્રાર્થના, મારી ભક્તિ, મારું જીવન અને મારું મૃત્યુ-બધું અલ્લાહને માટે છે. તે આખા જગતનો માલિક છે. તેનો કોઈ ભાગીદાર નથી. હું તેનો જ દાસ છું. હું મુસ્લિમ જણે પોતાનું સર્વ કાંઈ ઈશ્વર પર છોડી દીધું હોય તે) છું. હે અલ્લાહ, તું જ અમારો બાદશાહ છે. તારા સિવાય અમારે કોઈની ઈબાદત ન કરવી જોઈએ. તું મારો માલિક છે ને હું તારો દાસ છું.”39 કુરાનમાં કહ્યું છે : “જેઓ ભક્તો છે તેનો રક્ષક ભગવાન છે; ભગવાન તેમને અંધારામાંથી પ્રકાશમાં લઈ જાય છે.”૩૮ 2. ભક્તિભાવનાની અભિવ્યક્તિ કલમો અને નમાજ દ્વારા અલ્લાહ પ્રત્યેની ભક્તિભાવના પ્રકટ થાય છે. ઈસ્લામ ધર્મના સ્તંભરૂપ આ બંનેનો પરિચય મેળવીએ. 1. કલમોઃ કલમો એટલે મંત્ર. મહંમદ પયગંબરને જિબ્રાઈલ દ્વારા સૌપ્રથમ જે મંત્ર મળ્યો હતો તેનું અવારનવાર રટણ કરવાનો ઇસ્લામ ધર્મમાં આદેશ છે. આ મંત્ર આ પ્રમાણે છે : “લા ઇલાહા ઇલ્લિલ્લાહ મુહમ્મદુર રસૂલલ્લાહ” એટલે કે, “અલ્લાહ એક છે અને હજરત મહંમદ એના પયગંબર છે.” આ મંત્રના પઠનની ક્રિયાને “કલમો પઢવો” એમ કહેવામાં આવે છે. 2. નમાજ નમાજ એટલે ખુદાની બંદગી, પ્રાર્થના, ઇબાદત, સ્તુતિ. દરેક પુખ્ત વયના મુસ્લિમ માટે દિવસમાં પાંચ વખત નમાજ પઢવાનું ફરજિયાત છે : 1. સવારે, 2. બપોરે, 3. નમતા પહોરે, 4. સૂર્યાસ્ત સમયે અને 5. રાત્રે. . Page #212 -------------------------------------------------------------------------- ________________ ઈસ્લામ ધર્મ 201 નમાજ પહેલાં હાથ-પગ-મોં વગેરેને પાણીથી ધોઈ સ્વચ્છ કરવાનો આદેશ છે એને ‘વજૂ' કહે છે. નમાજ એકલા કે સમૂહમાં પઢી શકાય છે. સમૂહમાં નમાજ પઢવાનો મહિમા વધારે છે. ગરીબ અને તવંગર, માલિક અને ગુલામ, સૌ ખભેખભા મિલાવીને મસ્જિદમાં એકસાથે નમાજ પઢે છે. આથી મુસ્લિમ સમાજમાં એકતા, સમાનતા અને શિસ્તની ભાવના પ્રગટે છે. નમાજ પઢતી વખતે મુસલમાનો મક્કા તરફ મુખ રાખે છે. નમાજના સમયે મસ્જિદની રાંગ ઉપરથી બાંગ પોકારનાર મુસ્લિમોને સમૂહપ્રાર્થના માટે આમંત્રે છે. બાંગ-હાકલના શબ્દોનો અર્થ થાય છે કે, “અલ્લાહ સર્વથી મહાન છે. અલ્લાહ સિવાય બીજો કોઈ પૂજાને યોગ્ય નથી. મહંમદ અલ્લાહનો રસૂલ છે. નમાજ પઢવા પધારો, વિજયી થવા પધારો. અલ્લાહ સિવાય બીજો કોઈ દેવ નથી.” હદીસમાં નમાજ અંગે લખ્યું છે : “નમાજ એ નિર્મળ પાણીનું ઝરણું છે જે તમારે બારણેથી વહે છે. તેમાં દિવસમાં પાંચ વાર સ્નાન કરો.” દરેક ધર્મમાં ભક્તિભાવનાની અભિવ્યક્તિની દૃષ્ટિએ અમુક દિવસો મહત્ત્વના હોય છે. ઇસ્લામ ધર્મમાં રમઝાન ઇદ, બકરી, ઈદ, ઈદે મિલાદ અને મોહરમ એ ચાર આ દષ્ટિએ મહત્ત્વના છે. 7. વૈરાગ્યભાવના : વૈરાગ્યભાવનાનું સ્વરૂપ H ઇસ્લામ ધર્મના ગ્રંથોમાં આ ફાની દુનિયામાંથી આસક્તિ ઘટાડવાનો ઉપદેશ અવારનવાર નજરે પડે છે : 1. અબુદાઉદ નામના હદીસમાં કહ્યું છે : “આ દુનિયાનો મોહ રાખવો, (તેને અપનાવવી) એ જ બધાં પાપોનું મૂળ છે.” 2. ““મને મારા લોકોને માટે જે બે વસ્તુઓનો સૌથી વધારે ડર છે તે ભોગવિલાસ અને મોટા થવાની ઇચ્છા છે. ભોગવિલાસ માણસને સત્યથી ચલિત કરે છે અને મોટા થવાની ઇચ્છામાં ફસાઈને માણસ પરલોકને ભૂલી જાય છે. આ દુનિયા રહેવાની નથી અને પરલોક બહુ પાસે છે. બંનેના પોતપોતાના વારસો છે. તમારાથી બની શકે તો તમે આ દુનિયાના વારસ થઈને ન રહેશો. ખરેખર આજે તમે કર્મભૂમિ (કમાણીની દુનિયા)માં છો અને કાલે આ કર્મભૂમિમાંથી નીકળીને પરમાત્મા સમક્ષ તમારે તમારા કર્મોનો હિસાબ આપવો પડશે.”૩૯ ઇસ્લામ ધર્મના આધારસ્તંભ ગણતા રોજા અને હજ દ્વારા ઇસ્લામ ધર્મની વૈરાગ્યભાવના અભિવ્યક્ત થાય છે. રોજા : રોજા એટલે ઉપવાસ-દરેક મુસલમાનને રમઝાન માસમાં રોજા રાખવાનું ફરમાન છે. કુરાનમાં લખ્યું છે : “તમને રોજા કરવાનું કહ્યું છે જેથી તમે પાપ સામે તમારું રક્ષણ કરો.” આમ, આત્મશુદ્ધિ માટે રોજા રાખવામાં આવે છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ 202 જગતના વિદ્યમાન ધર્મો મળસકાથી માંડીને સૂર્યાસ્ત સુધી કંઈ પણ ખાવાનો કે પીવાનો નિષેધ કરવામાં આવે છે. રોજા દરમિયાન માણસે પોતાના મનના વિકારો ઉપર પણ કાબૂ રાખવાનો હોય છે. રમઝાન મહિનો પવિત્ર ગણાય છે. આથી આ મહિના દરમિયાન દરેક મુસ્લિમ રોજા રાખી પવિત્ર રહીને અલ્લાહની ઈબાદત કરવાની હોય છે. હજ: મક્કાની યાત્રાને હજ કહેવામાં આવે છે. દરેક મુસ્લિમે જિંદગીમાં એક વાર મક્કાની યાત્રા કરવી જોઈએ, કેમ કે તે મહંમદ સાહેબની જન્મભૂમિ છે. વળી, પવિત્ર કાબાના પથ્થરનાં દર્શન પણ કરવાં જોઈએ. હજ “જિલહજ મહિનામાં કરવાની હોય છે. હજ વખતે અમુક નિયમોનું પાલન કરવાનું હોય છે. આ યાત્રાની રીત એવી છે કે મક્કા પાંચ માઈલ દૂર રહે એટલે વજૂ કરી હાજી' (યાત્રાળુ)નાં વસ્ત્રો પહેરી ખુલ્લે પગે મક્કાની મસ્જિદમાં જવું. ત્યાં કાબા શરીફની સાત વાર પ્રદક્ષિણા કરવી, પાસેના પર્વત ઉપર ચઢવું અને પછી ત્રણ દિવસ પાછા મક્કામાં રહી મદીને જઈ હજરત મહંમદની કબરની બંદગી કરવી.૪૦ જેમાં સોદોરાનો ઉપયોગ ન હોય એવાં બે વસ્ત્રો પહેરીને અરાફતના મેદાનમાં રાય અને રંક સૌ એક જ જાતના સાદા પોશાકમાં નમાજ પઢે છે. ઇસ્લામીઓન કતાને મજબૂત કરનાર એ ભવ્ય દેખાવ હોય છે. હજ કરીને ઘરે આવ્યા બાદ અમુક નિયમો જાળવી રાખવાના હોય છે. હજ કરી આવેલા મુસ્લિમને “હાજી' કહેવામાં આવે છે. ઉપસંહારઃ કુરાનમાં ધર્મસહિષ્ણુતાનો આદેશ અપાયો છે તે જુઓ : “ધર્મની બાબતમાં કોઈ પણ જાતની જબરદસ્તી હોવી ન જોઈએ.”૪૧ કુરાનના મત મુજબ બધા ધર્મના પ્રવર્તકોએ આ જ મૂળ સિદ્ધાંતનો ઉપદેશ કર્યો છે : “એક ઈશ્વરની પૂજા અને સત્કર્મ.” મૌલાના અબુલ કલામ આઝાદ લખે છે : “કુરાને કેવળ તે જ ધર્મ પ્રવર્તકોને સાચા નથી માન્યા જેનાં નામ તેની સામે હતા. પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે મારા પહેલાં જેટલા રસૂલ અને ધર્મપ્રવર્તકો થઈ ગયા છે તે સૌને સાચા માનું છું, અને તેમનામાંથી કોઈ એકને પણ સાચા ન માનવા તેને હું ઈશ્વરની સત્યતાનો ઈન્કાર કરવા બરાબર સમજું છું. કુરાને કોઈ ધર્મવાળા પાસે એવી અપેક્ષા નથી રાખી કે તે પોતાનો ધર્મ તજી દે. બલ્લે જ્યારે અપેક્ષા રાખી હોય ત્યારે એ જ રાખી છે કે સૌ પોતપોતાના ધર્મના અસલ શિક્ષણ પ્રમાણે આચરણ કરે, કેમ કે સૌ ધર્મનું અસલ શિક્ષણ એક જ છે.”૪૨ Page #214 -------------------------------------------------------------------------- ________________ ઈસ્લામ ધર્મ 203 સંદર્ભસૂચિ જે જે 4 4 v $ $ 1. આનંદશંકર બા. ધ્રુવ, ધર્મવર્ણન, પૃ. 223. પંડિત સુંદરલાલ, હજરત મહંમદ અને ઇસ્લામ, પૃ. 26. Ameer Ali, The Spirit of Islam, P. 98. કુરાન, 96 : 1-5 એજન, 74 : 1-7. EUR. Ameer Ali, The Spirit of Islam, P. 83. પંડિત સુંદરલાલ, હજરત મહંમદ અને ઇસ્લામ, પૃ. 92-93. એજન, પૃ. 63. E. Smith Boswarth, Mohmad and Mohmadism, P. 38. 10. કુરાન, 3-6. 99. Ameer Ali, Spirit of Islam. P. 940. 12. કુરાન, 112 : 1-4. 13. એજન, 40 : 3 14. રાધાકૃષ્ણનું, ધર્મોનું મિલન, પૃ. 157. 15. પંડિત સુંદરલાલ, હજરત મહંમદ અને ઇસ્લામ પૃ. 134. 16. રાધાકૃષ્ણનું, ધર્મોનું મિલન, પૃ. 158. 17. કુરાન, 51 - 21 18. પંડિત સુંદરલાલ, હજરત મહંમદ અને ઇસ્લામ, પૃ. ૧૩પ. 19. કુરાન, 21 : 94 20. રાધાકૃષ્ણનું, ધર્મોનું મિલન, પૃ. 162. 21. પંડિત સુંદરલાલ, હજરત અને ઇસ્લામ, પૃ. 144. 22. રાધાકૃષ્ણનું, ધર્મોનું મિલન, પૃ. 162. 23. પંડિત સુંદરલાલ, ગીતા અને કુરાન, પૃ. 200. 24. પંડિત સુંદરલાલ, હજરત મહંમદ અને ઇસ્લામ, પૃ. 134 Page #215 -------------------------------------------------------------------------- ________________ 204 જગતના વિદ્યમાન ધર્મો 25. પંડિત સુંદરલાલ, ગીતા અને કુરાન, પૃ. 196 26. પંડિત સુંદરલાલ, હજરત મહંમદ અને ઇસ્લામ, પૃ. 134 27. પંડિત સુંદરલાલ, ગીતા અને કુરાન, પૃ. 42 28. કુરાન, 2 : 213 29. પંડિત સુંદરલાલ, હજરત મહંમદ અને ઇસ્લામ, પૃ. 133-134 30. એજન, પૃ. 134-135 39. Ameer Ali, The Spirit of Islam, P. 949. 32. પંડિત સુંદરલાલ, ગીતા અને કુરાન, પૃ. 197. 33. એજન, પૃ. 199. 34. પંડિત સુંદરલાલ, ગીતા અને કુરાન, પૃ. 131. ૩પ. એજન, પૃ. 131-133. 36. રાધાકૃષ્ણનું, ધર્મોનું મિલન, પૃ. 160 37. પંડિત સુંદરલાલ, હજરત મહંમદ અને ઇસ્લામ, પૃ. 141. 38. કુરાન, 2 : 257 39. પંડિત સુંદરલાલ, હજરત મહંમદ અને ઇસ્લામ, પૃ. 137 40. આનંદશંકર બા. ધ્રુવ, ધર્મવર્ણન, પૃ. 230 41. કુરાન, 2 : 256 42. પંડિત સુંદરલાલ, હજરત મહંમદ અને ઇસ્લામ, પૃ. 129 Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૩ કન્ફયુશિયસ ધમી - કૈલાસબહેન પટેલ પ્રાસ્તાવિક : ચીનની સંસ્કૃતિ અતિ પ્રાચીન છે. આ સંસ્કૃતિને અદ્યાપિપર્યત જીવંત રાખનારાં પરિબળોમાં કફ્યુશિયસ ધર્મ મુખ્ય છે. ચીનમાં મુખ્ય ત્રણ ધર્મો પ્રચલિત છે : (1) તાઓ ધર્મ, (૨)બૌદ્ધ ધર્મ અને (૩)કફ્યુશિયસ ધર્મ. આમ હોવા છતાં કોઈ પણ ચીની નાગરિક કેવળ તાઓ ધર્મી કે બૌદ્ધ ધર્મો છે એમ કહેવાનું શક્ય નથી, કારણ કે ચીનની કોઈ પણ ધાર્મિક કે સાંસ્કૃતિક પરંપરા કફ્યુશિયસ ધર્મની અસરથી મુક્ત નથી. ચીનના આ મહાન ધર્મની સ્થાપના મહાત્મા કન્ફયુશિયસ દ્વારા ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં થઈ હતી. મહાત્મા કફ્યુશિયસનું જીવન : ઈ.સ. પૂર્વે પપરમાં ચીનના શાસ્તુંગ પ્રાંતમાં વસતા 70 વર્ષની ઉંમરના એક સૈનિકને પોતાના વારસદાર અંગેની ચિંતા થઈ અને તેણે એ ઉંમરે એક ઉમદા કુટુંબની 18 વર્ષની સુકન્યા સાથે લગ્ન કર્યું. આ કન્યાએ પોતાના વૃદ્ધ પતિને એક વર્ષ પછી (ઈ.સ. પૂર્વે 551) એક પનોતા પુત્રની ભેટ ધરી. આ પનોતા પુત્ર તે જ મહાત્મા કફ્યુશિયસ કફ્યુશિયસની અટક કુંગ હતી. ““કુંગ ફુ -- (ગુરુવર્ય કંગ) તરીકે ચીનની પ્રજા એમના પ્રત્યે નિરંતર આદર દાખવતી રહી છે.”૪ કન્ફયુશિયસના “પૂર્વજો અસલ સુગ રાજ્યના ઉમરાવો હતા. પાછળથી એ અમીર કુટુંબ ઘૂના રાજ્યમાં આવ્યું અને ત્યાં જ એમણે સ્થાયી નિવાસ કર્યો.પ કફ્યુશિયસના જન્મ પછી ત્રણ વર્ષે તેમના પિતા શુલિયાંગ હો - (Shuliang Ho) નું અવસાન થયું હતું. આમ તેમનાં માતા ચિંગત્સાઈએ તેમના પ્રત્યે માતા અને પિતા બંનેની ફરજો બજાવી હતી. અને તેથી કફ્યુશિયસને તેમનાં માતા પ્રત્યે અપાર આદર હતો. કફ્યુશિયસ એક તેજસ્વી વિદ્યાર્થી હતા. કુટુંબના ભરણપોષણ માટે કમાણી કરતાં કરતાં તેમણે વિદ્યાભ્યાસ પૂરો કર્યો. સત્તરમે વર્ષે તેઓ સરકારી નોકરીમાં Page #217 -------------------------------------------------------------------------- ________________ 206 જગતના વિદ્યમાન ધર્મો જોડાયાં. ઓગણીસમે વર્ષે તેમનું લગ્ન થયું અને ત્રણ વર્ષ પછી તેમણે પત્નીને છૂટાછેડા આપ્યા. આમ તેમનું લગ્નજીવન બહુ સફળ ન હતું. જોકે તેનાથી તેમની એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી, જેના વારસદારો આજે પણ છે. આ વારસદારો હજી પણ શાન્તગ પ્રાન્તમાં વસે છે અને તેઓ મહાન કર્યુશિયસના વારસદારો હોવાથી તેમને પણ ચીનની પ્રજા અત્યંત આદરથી માન આપે છે. પોતે સ્વીકારેલી સરકારી નોકરીને કારણે પ્રાપ્ત થતાં કર્તવ્યોના અનુસંધાનમાં કફ્યુશિયસે એક વાર જમીન અંગેના ઝઘડામાં ફસાયેલા લોકોને ક્લેશ અને કંકાસની આરંભ થયો. આ પછી તેઓ આજીવન શિક્ષક રહ્યા. વિવિધ કારણોસર કફ્યુશિયસને ચીનનાં અનેક રાજ્યોમાં ફરતા રહેવું પડ્યું હતું છતાં તેમણે દરેક ઠેકાણે પોતાનું શિક્ષણકાર્ય ચાલુ રાખ્યું હતું. સાહિત્ય, સંગીત, ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર એમના પ્રવાસી વિદ્યાલય (Travelling University) ના મુખ્ય વિષયો હતા.૧૧ કક્યુશિયસ ચાલીસ વર્ષના થયા ત્યાં સુધીમાં જેના વિચાર અને વર્તનમાં સંપૂર્ણ એકતા છે એવા સિદ્ધાંતનિષ્ઠ પુરુષ તરીકે અને ચીનની ઐતિહાસિક પરંપરાના પ્રખર વિદ્વાન તરીકે એમની પ્રતિષ્ઠા જાગી ચૂકી હતી. 12 એમની પહેલાંના જમાનામાં ચીનમાં એમ મનાતું કે સુવિધા અને સંસ્કારિતા માટેના સાચા અધિકારી કેવળ અમીરઉમરાવો જ છે. 13 કફ્યુશિયસે “સુવિધા અને સંસ્કાર સામાન્યમાં સામાન્ય માનવીને પણ સુલભ કરી આપવાનો માર્ગ ચીંધ્યો અને ચીનના ઇતિહાસમાં પહેલી જ વખત ખાનગી અને વ્યક્તિગત શિક્ષણ આપવાની નવી પ્રણાલી એમણે સ્થાપી.”૧૪ કફ્યુશિયસ તેમના તમામ શિષ્યો સાથે અંગત ઘનિષ્ઠ સંબંધ રાખતા હતા.૧૫ આમ તેઓ પ્રેમાળ શિક્ષક હતા. તેમના શિષ્યોના મત પ્રમાણે “ગુર ચાર દોષોથી મુક્ત હતા. તે પહેલેથી માની બેસતા નહિ; તે પહેલેથી જ સ્વતંત્ર રીતે નિર્ણય કરી બેસતા નહિ; તે દુરાગ્રહી ન હતા અને તેમનામાં અહંકાર ન હતો.”૧૬ “એમના શિષ્યો જુદા જુદા રાજ્યના વતની હતા અને તેમાંના ઘણાખરા રંક કુટુંબોમાં જન્મ્યા હતા. એવા શિષ્યોમાંથી સિત્તેરેક શિષ્યો તો રાજનીતિજ્ઞ પુરુષો તરીકે અથવા કેળવણીકાર તરીકે સારી નામના મેળવી શક્યા.”૧૭ શિક્ષક તરીકેના તેમના વ્યક્તિત્વનો ખ્યાલ તેમનાં નીચેનાં વાક્યો પરથી આવશે : (1) “મારી ઉપદેશવાળામાં સુક્કા માંસનો કકડો માત્ર ભેટ તરીકે અર્પનાર પુરષથી માંડીને વિશેષ સમૃદ્ધિવાળા કોઈ પણ માણસને મેં મારો ઉપદેશ આપવાની કદી ના પાડી નથી.”૧૮ (2) “જે વિદ્યાર્થી સુનીતિના સિદ્ધાંતોને જાણવાને ઉત્સુક હોય છતાં જીર્ણ વસ્ત્રો અને સાદા ખોરાકની જેને શરમ આવતી હોય તે હજી ઉપદેશગ્રહણને માટે લાયક થયો નથી.”૧૯ Page #218 -------------------------------------------------------------------------- ________________ કન્ફયુશિયસ ધર્મ 207 (3) ““મધ્યમ માર્ગનો સોનેરી ઉપદેશ ગ્રહણ કરી શકે એવા શિષ્યો અને ન મળી શકતા હોય તો પણ મહત્ત્વાકાંક્ષા અને વિવેકશક્તિ વાપરનારા તો મારા શિષ્યો હોવા જ જોઈએ, કારણ કે મહત્ત્વાકાંક્ષાવાળા જે હોય તે પ્રગતિ કરી શકે છે અને તેમની પકડ પણ સારી હોય છે, અને જે વિવેકશક્તિ વાપરનારા હોય છે તે કેટલીક વસ્તુઓ તો મંજૂર રાખવાની ના જ પાડે એવી પ્રકૃતિના હોય છે.”૨૦ કફ્યુશિયસે ઉચ્ચ સરકારી હોદ્દાઓ પણ શોભાવ્યા હતા. તેઓ જ્યારે ન્યાયમંત્રી તરીકે ભૂમાં કામ કરતા હતા ત્યારે તેમણે નીચેનાં વચનો ઉચ્ચાર્યા હતાં : “મુકદ્મામાં ન્યાય ચૂકવનાર તરીકે કામ કરવાથી હું કંઈ બીજા માણસો કરતાં ચઢિયાતો નથી. પણ ખચીત જે મહત્ત્વનું કાર્ય આપણે સિદ્ધ કરવાનું છે તે એ કે મુકદમાનો પ્રસંગ જ ન આવે.”૨૧ “લોકો એવા કેળવાયેલા થવા જોઈએ કે ન્યાયાસના આગળ ઊભા રહેવાની જરૂર જ પડે નહીં.”૨૨ ન્યાયમંત્રી તરીકેની તેમની કારકિર્દી દરમિયાન તેમણે રાજ્યને કેવું નમૂનેદાર બનાવ્યું હતું તેનો ખ્યાલ નીચેના કથન પરથી આવશે : “અપ્રામાણિકતા અને દુરાચરણની સૌને શરમ આવતી. વફાદારી અને દઢ શ્રદ્ધા પ્રત્યેક પુરુષની લાક્ષણિકતા બની ગઈ હતી. પાતિવ્રત્ય અને ભક્તિભાવથી દરેક સ્ત્રી શોભતી હતી. દૂર દૂરનાં શહેરોમાંથી અનેક લોકો આ રાજ્ય પ્રત્યે આકર્ષાતા અને પ્રત્યેક વ્યક્તિના મુખમાંથી દેવતુલ્ય કન્ફયુશિયસનાં સ્તુતિવચનો સહેજે સરકી પડતાં હતાં.”૨૩ સંનિષ્ઠ સરકારી અમલદાર અને ઉત્તમ પ્રકારના શિક્ષક તરીકેની કામગીરી બજાવવા ઉપરાંત કફ્યુશિયસે ચીનની સાંસ્કૃતિક પરંપરાઓને લગતા પાંચ સુપ્રસિદ્ધ પ્રશિષ્ટ ગ્રંથો (classics) નું સંકલન અને સંપાદન કર્યું હતું. 24 "73 વર્ષની વયે કક્યુશિયસનું અવસાન થયું ત્યાર પછી એ પાંચ મહાગ્રંથો દ્વારા પ્રકાશન પામેલા ગુરુજીના વિચારો એ શિષ્યોએ ભવિષ્યની પ્રજાના અંતરમાં સંક્રાંત કર્યા અને એ રીતે એ ઉપદેશોની પરંપરા જમાનાઓ સુધી ઉત્તરોત્તર સંગ્રહાયેલી રહી. ચીનની પ્રાચીન વિદ્યા તથા સંસ્કૃતિને એ શિષ્યો તરફથી પણ પોતપોતાની આગવી વિચારણાનો લાભ મળ્યાથી એ વિદ્યા તથા સંસ્કૃતિ બળવત્તર બન્યાં હતાં.”૨૫ પોતાના જીવનની તવારીખ આપતાં કફ્યુશિયસે કહ્યું છે કે “પંદર વર્ષની ઉંમરે હું વિદ્યોપાર્જનમાં તલ્લીન બન્યો, ત્રીસ વર્ષની ઉંમરે કોઈની પણ સામે અડગ ઊભા રહેતાં હું શીખ્યો, ચાળીસ વર્ષની ઉંમરે મારી ભ્રમણાઓ ટળી અને હું સંશયમુક્ત થયો, પચાસ વર્ષની ઉંમરે હું પ્રભુના નિયમો સમજતો થયો, સાઠ વર્ષની ઉંમરે સત્યના શ્રવણને માટે હું આદરયુક્ત થયો, સિત્તેર વર્ષની ઉંમરે સુનીતિના મધ્યમમાર્ગને ઉલ્લંધ્યા વિના મારા હૃદયની પ્રેરણાને અનુસરવાનું સામર્થ્ય મારામાં આવ્યું.”૨૬ Page #219 -------------------------------------------------------------------------- ________________ 208 જગતના વિદ્યમાન ધર્મો જે. બી. નોસ યથાર્થ કહે છે કે, “કન્ફયુશિયસનાં ઉપર્યુક્ત કથનો માત્ર તેમનું જીવનવૃત્તાંત જ નથી, પણ જીવનસંદેશ પણ છે.”૨૭ તેમના મરણ પછી તેમના શિષ્યોએ ત્રણ વર્ષ સુધી શોક કર્યો અને એક શિષ્ય તો કન્ફયુશિયસની સમાધિ આગળ છ વર્ષ સુધી બેસી રહ્યો.”૨૮ દેવતાઈ ડહાપણ અને સંપૂર્ણ સાધુતા મારામાં હોવાનો હું દાવો કરતો નથી'૨૯ એવું કફ્યુશિયસનું નમ્ર કથન છે, પણ કફ્યુશિયસ ધર્મમાં મહાત્મા કફ્યુશિયસને દૈવી કે અવતારી પુરુષ તરીકે માનવામાં અને પૂજવામાં આવે છે. કફ્યુશિયસ ધર્મના શાસ્ત્રગ્રંથો : કફ્યુશિયસ ધર્મના શાસ્ત્રગ્રંથો (અ) પાંચ પ્રશિષ્ટ કૃતિઓ (five classics) અને (બ) ચાર ગ્રંથો (four Books) નો સમાવેશ થાય છે. પાંચ પ્રશિષ્ટ કૃતિઓનું સંપાદન કર્યુશિયસે પોતે કરેલું જ્યારે ચાર ગ્રંથો એમના શિષ્યોએ રચેલા છે.૩૦ (અ) પાંચ પ્રશિષ્ટ કૃતિઓઃ (1) કવિતાનો ગ્રંથ (શિકિંગ - Shiking) : આમાં લૌકિક અને ધાર્મિક કવિતાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ઈતિહાસનો ગ્રંથ (શુકિંગ - Shuking) : આમાં ચીનના પ્રાચીન ઇતિહાસને લગતા દસ્તાવેજોનો સંગ્રહ છે. ભવિષ્ય ગ્રંથ (ઇકિંગ - Yiking) : આમાં વિવિધ સંયોગોમાં માનવનું ભાવિ નક્કી કરતી જીવનદષ્ટિની રજૂઆત કરવામાં આવી છે. વસંત અને શરદનો ગ્રંથ (યુ નું ચિઉ - Chunch'iu) : આમાં કફ્યુશિયસે ચોક્કસાઈસાધક પરિભાષા વિકસાવી છે અને ઈ.સ. પૂર્વે 782 થી 481 સુધીના ચીનના ઇતિહાસનું વિગતવાર નિરૂપણ કરવામાં આવ્યું છે. (5) વિધિઓનો ગ્રંથ (લીકી - Liki) : આમાં જુદી જુદી વિધિઓ તેમજ આચારના ઔચિત્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કફ્યુશિયસે સંપાદિત કરેલી કૃતિઓનો “બીજા પ્રકારે છે જે વિભાગ કરવામાં આવ્યો છે તેમાં એક વધારાનો ગ્રંથ ઉમેરવામાં આવ્યો છે. માબાપ તરફ ધાર્મિક ફરજ-હસીઆઓ કિંગ-જેમાં પુત્રોએ માતાપિતા પ્રત્યે કેમ વર્તન રાખવું તેના વિચાર કરવામાં આવ્યો છે.”૩૧ (બ) ચાર ગ્રંથોઃ (1) એનાલે (લુનયું - Lunyu): આમાં કફ્યુશિયસનાં અને તેમના કેટલાક શિષ્યોનાં વચનામૃતોનો સંગ્રહ છે. કફ્યુશિયસ ધર્મના સિદ્ધાંતોની સમજૂતી માટે આ સૌથી વધારે અગત્યનો આધારગ્રંથ છે. 32 Page #220 -------------------------------------------------------------------------- ________________ કન્ફયુશિયસ ધર્મ 209 (2) મહાવિદ્યા (તાસીઓ - Tahsueh) : આમાં કફ્યુશિયસ ધર્મના સિદ્ધાંતોનું શૈક્ષણિક દષ્ટિએ નિરૂપણ કરવામાં આવ્યું છે અને તેથી આ ગ્રંથનો ચીનના પરંપરાગત શિક્ષણમાં પાઠ્યપુસ્તક તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. (3) મધ્યમ માર્ગ (ચુંગ યંગ - chungyung) : આમાં મધ્યમમાર્ગના સિદ્ધાંતોનું અને કફ્યુશિયસ ધર્મની તાત્ત્વિક ધારણાઓનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. (4) મેન્સિઅસ (મેંગ-સ્ને) : કફ્યુશિયસ ધર્મના પ્રાચીન વિચારકોના મંતવ્યોના નિરૂપણ દ્વારા આ ગ્રંથમાં કફ્યુશિયસ ધર્મની તત્ત્વદૃષ્ટિનું વ્યવસ્થિત રીતે નિરૂપણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કફ્યુશિયસ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતો : કફ્યુશિયસ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતોમાં ઈશ્વર, આત્મા, જગતનું નૈતિક શાસન અને માણસના મૂળભૂત નૈતિક પ્રેમનો સમાવેશ થાય છે. (અ) ઈશ્વરનું અસ્તિત્વ અને આત્માની અમરતા: કન્ફયુશિયસ ઈશ્વરના અસ્તિત્વમાં માનતા હતા, એમ તેમનાં નીચેનાં કથનો પરથી સ્પષ્ટ થાય છે : (1) અમીર પ્રકૃતિનો માણસ પ્રભુની ઇચ્છા પ્રત્યે ભયયુક્ત આદરની દૃષ્ટિથી જુએ છે. ““હલકો માણસ પ્રભુઇચ્છામાં સમજતો ન હોવાથી એને તે પ્રત્યે આદર નથી હોતો.”૩૩ (2) “માત્ર ઈશ્વર મોટો છે.૩૪ (3) “ઈશ્વરની આગળ હું કંઈ ફરિયાદ કરતો નથી... ખચીત પ્રભુ તો હું જેવો છું તે સ્વરૂપે મને ઓળખે છે.”૩પ (4) “ઈશ્વર બોલે છે? ચારે ઋતુઓ નિયમસર આવે છે અને જાય છે અને તમામ ચીજો જીવતી પણ રહે છે અને વિકાસ પણ પામે છે છતાં મને કહો ! ઈશ્વર બોલે છે ?"36 (5) “પચાસ વર્ષની ઉંમરે હું પ્રભુના નિયમો સમજતો થયો.”૩૭ “જગતમાં આધ્યાત્મિક પરિબળોની શક્તિ સર્વત્ર કાર્ય કરે છે. આ શક્તિ આંખને માટે અદશ્ય અને ઇંદ્રિયોને અગોચર છે પણ તે સર્વ પદાર્થોમાં રહેલી છે અને કોઈ પણ વસ્તુ તેની ક્રિયાથી મુક્ત નથી.”૩૮ ઈશ્વર વિશેનાં કફ્યુશિયસનાં ઉપર્યુક્ત કથનો પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ ઈશ્વરને સગુણ માને છે. ઈશ્વર પરિપૂર્ણ અને પ્રેમાળ વ્યક્તિ છે અને તેની અંતર્યામી ક્રિયાશક્તિને કારણે સૃષ્ટિનો ઉદ્દભવ અને વિકાસ શક્ય બને છે. ઈશ્વરના અસ્તિત્વની જેમ કયુશિયસને આત્માની અમરતાનો સિદ્ધાંત પણ માન્ય હતો, કારણ કે તેઓ Page #221 -------------------------------------------------------------------------- ________________ 210 જગતના વિદ્યમાન ધર્મો પિતૃતર્પણને લગતી વિધિઓના આગ્રહી હતા.૩૯ અને જો આત્મા અમર ન હોય તો પિતૃઓના આત્મા માટે કશું કરવાનો અર્થ નથી. કફ્યુશિયસે ઈશ્વર અને આત્માના અમરત્વનો પોતાના અંગત મંતવ્ય અને જાહેર વ્યવહારો દ્વારા સ્વીકાર કર્યો છે. 40 એ ખરું પણ કફ્યુશિયસ ધર્મ આ તત્ત્વોને કેન્દ્રમાં મૂકતો નથી. કફ્યુશિયસ ધર્મનું કેન્દ્રીય લક્ષ્ય માણસનો લૌકિક વ્યવહાર અને સામાજિક વ્યવસ્થા છે. નીચેના વાર્તાલાપ પરથી આ મુદ્દાની સ્પષ્ટતા થશે : ચિ. લ્યુએ મરણ પામેલાંના સત્ત્વો પ્રત્યે માણસની ફરજ શી છે તે વિશે પ્રશ્ન પૂછ્યો. ગુરુજીએ જવાબ આપ્યો : જીવતાં પ્રત્યેની આપણી ફરજ આપણે બજાવી શકીએ તે પહેલાં મરેલાંઓનાં સત્ત્વો પ્રત્યેની ફરજ આપણે કેવી રીતે બનાવી શકીએ ? ચિ. લ્યુએ વાત આગળ ચલાવી અને મૃત્યુ વિશે પ્રશ્ન પૂછ્યો. ગુરુજીએ કહ્યું : જિંદગી એ શું છે તે જાણ્યા પહેલાં મૃત્યુ એ શું છે તે આપણે કેવી રીતે જાણી શકીએ ? 41 આમ, કફ્યુશિયસ ધર્મને ઈશ્વરવાદી કે આત્માવાદી ગણવાને બદલે માનવતાવાદી ગણાવવાનું જ ઈષ્ટ છે. જોકે, કફ્યુશિયસનો માનવતાવાદ વિશિષ્ટ છે, કારણ કે એમાં આધુનિક માનવતાવાદની જેમ પારલૌકિક તત્ત્વોનો નિષેધ નથી. (બ) જગતનું નૈતિક શાસન, માણસોનો મૂળભૂત નિીતિપ્રેમ અને સંકલ્પસ્વાતંત્ર્ય : માનવતાવાદી ધર્મ તરીકે કફ્યુશિયસ ધર્મ માણસના મૂળભૂત સ્વભાવગત નીતિપ્રેમ પર સવિશેષ ભાર મૂકે છે. કફ્યુશિયસના મતે, આ જગતમાં સર્વત્ર નૈતિક શાસન પ્રવર્તે છે. નૈતિક નિયમથી શાસિત એવા આ જગતમાં માણસ પણ અપવાદ નથી. આથી માણસમાં પણ સ્વભાવગત મૂળભૂત નીતિપ્રેમ છે.૪૩ આમ કન્ફયુશિયસના મતે, માણસ મૂળભૂત રીતે શિવત્વ અને માંગલ્યનો ચાહક છે અને તેની પાસે નૈતિક વિકાસ માટેનું સંકલ્પસ્વાતંત્ર્ય છે. નીચેનાં કથનો આ બાબતની ગવાહી પૂરે છે : (1) “હલકી જાતના મનુષ્યોને પણ મહાન ઈશ્વરે નીતિની ભાવના આપેલી છે. આ ભાવનાને બરોબર વળગી રહેવાથી આ મનુષ્યોના સ્વભાવ અવશ્ય શુદ્ધ રૂપમાં જણાશે.” (2) “મનુષ્યનો સ્વભાવ કુદરતી રીતે સારો જ છે આ પ્રકારે સારા થવાનો સ્વભાવ જેનામાં નહિ હોય તેવા માણસો પણ જગતમાં નથી.”૪૪ (3) “ખરી સાધુતા માણસના પોતાના હૃદયમાંથી ઉદ્ભવે છે, બીજા માણસો પર એનો આધાર કેવી રીતે હોઈ શકે ?”કેપ Page #222 -------------------------------------------------------------------------- ________________ કન્ફયુશિયસ ધર્મ 211 (4) ““એક મોટી સેનાના સિપાહાલારને તમે ઉપાડીને લઈ જાઓ એ બને પરંતુ એક સામાન્ય માણસની પણ ઇચ્છાશક્તિને તમે લઈ જાઓ એ ન બને.”૪૬ કફ્યુશિયસ ધર્મના નૈતિક સિદ્ધાંતો : કફ્યુશિયસ ધર્મની નીતિમીમાંસામાં નીચેના નૈતિક સિદ્ધાંતો મહત્ત્વના ગણવામાં આવ્યા છે : (1) પાંચ મહાન સંબંધો અને તેમને લાગતા સદ્ગુણો (2) પારસ્પરિક આત્મીયતા કે નૈતિક જીવનનો સુવર્ણ નિયમ (3) ઉત્તમ માનવનો નૈતિક વૈભવ 1. પાંચ મહાન સંબંધો : કફ્યુશિયસના મતે ઉત્તમ પ્રકારનો સદાચાર (લિ - Li)9 તો જ સ્થપાય કે જો પ્રત્યેક માણસ પોતાના સ્થાન મુજબના સદ્દગુણોનું આચરણ કરે. કફ્યુશિયસના મત મુજબ વ્યક્તિનું સમાજમાં સ્થાન નક્કી કરનારા વિવિધ સંબંધોમાં પાંચ સંબંધો સૌથી વધારે મહત્ત્વના અને તેથી મહાન છે. આ મહાન પાંચ સંબંધો અને તેમને અનુરૂપ સદ્ગુણો નીચે પ્રમાણે છે.૪૮ (1) પિતા અને પુત્ર : પિતામાં પ્રેમ અને પુત્રમાં પિતૃભક્તિ. (2) મોટાભાઈ અને અનુજ : મોટાભાઈમાં સૌજન્ય અને નાના ભાઈમાં નમ્રતા અને આદરભાવ. (3) પતિ-પત્ની : પતિમાં વર્તણૂકનું ઔચિત્ય અને પત્નીમાં આજ્ઞાધીનતા. (4) બુઝુર્ગો અને યુવાનો બુઝુર્ગોમાં માનવતા અને યુવાનોમાં આમન્યા. (5) રાજા અને પ્રજા : રાજાઓ પરોપકાર અને પ્રજામાં વફાદારી. (પાંચ મહાન સંબંધોમાંના એક તરીકે કેટલીકવાર મિત્ર-મિત્ર વચ્ચેનો સંબંધ પણ ગણવામાં આવે છે.) ઉપર્યુક્ત પાંચ મહાન સંબંધોમાં પણ પિતા-પુત્ર અને રાજા-પ્રજાના સંબંધો પર કફ્યુશિયસ ધર્મે સવિશેષ ભાર મૂક્યો છે, કારણ કે કફ્યુશિયસના મતે, કુટુંબ અને રાજ્ય એ બે સૌથી અગત્યની સામાજિક સંસ્થાઓ છે. કફ્યુશિયસના મત પ્રમાણે, પ્રત્યેક પિતાની એ ગંભીર અને મોટી જવાબદારી છે કે તે પોતાના જીવનના સર્વોત્તમ ઉદાહરણ દ્વારા પોતાના પુત્રોને સદ્ગુણો બનાવે.૪૯ અને પ્રત્યેક પુત્રની એ પવિત્ર ફરજ છે કે તે પિતા જીવતા હોય ત્યાં સુધી જ નહિ, પરંતુ તે પછી પણ તેમના પ્રત્યેનો આદરભાવ જાળવી રાખે. આનો અર્થ એ કે પ્રત્યેક પુત્રે પોતાના પિતા જીવતા હોય ત્યાં સુધી તેમની આજ્ઞામાં અને તેમના મરણ પછી તેમના ગમતામાં રહેવું જોઈએ.પ૦ Page #223 -------------------------------------------------------------------------- ________________ 21 2 જગતના વિદ્યમાન ધર્મો જેવી રીતે કુટુંબનો વડો પિતા છે તેવી રીતે રાજા એ સમગ્ર પ્રજાનો નેતા છે. રાજાનો મુખ્ય સગુણો પરોપકાર છે. પરોપકારી રાજાના ગુણો અને તેની રાજનીતિના સ્વરૂપનો ખ્યાલ મેળવવામાં કફ્યુશિયસનાં નીચેનાં કથનો ઉપયોગી થશે : (1) “પ્રજાજનો ઉપર શાસન કરતી વખતે કોઈ મહાયજ્ઞમાં તમે યજમાનકૃત્ય કરતા હો તેવી રીતે વર્તે.”૫૧ (2) જુલમી રાજ્ય વાઘ જેવા હિંસક પ્રાણી કરતાં પણ બદતર છે.પર (3) “તમારા હાથ નીચેના માણસોને કામ સોંપવાની કાળજી રાખો, તેમની નજીવી ભૂલો પ્રત્યે ક્ષમાશીલ વૃત્તિ દાખવો. યોગ્યતાવાળા અને કાબેલ માણસોને જ ઊંચી પદવીએ ચઢાવો.”૫૩ “રાજા રાજા તરીકેનો ધર્મ બજાવે, પ્રજા પ્રજા તરીકેનો ધર્મ બજાવે, પિતા પિતા તરીકેનો ધર્મ બજાવે અને પુત્ર પુત્ર તરીકેનો ધર્મ બજાવે એ જ રાજશાસનની કળા.”૫૪ ત્રુ ચંગ નામના શિષ્ય રાજશાસન વિશે પ્રશ્ન પૂછ્યો, તેના ઉત્તરમાં કફ્યુશિયસે જવાબ આપ્યો, “તમારી યોજનાઓ ધીરજ અને ખંતથી વિચારી કાઢો અને પછી પ્રામાણિક એકનિષ્ઠાથી તેનો અમલ કરો.”પપ (6) ચિ કંગ - લૂંટારાઓના ત્રાસથી ઘણો અકળાઈ ગયો હતો. તેણે કફ્યુશિયસની સલાહ પૂછી. કફ્યુશિયસે જવાબ આપ્યો, “જો સાહેબ, તમે તમારી જ દ્રવ્યલોલુપતાને દાબમાં રાખો તો રાજ્યમાં જરા પણ ચોરી થશે નહિ, ચોરી કરનારને માટે ઇનામની જાહેરાત કરવામાં આવે તો પણ.”૫૬ (7) ચિ કંઝ 7એ કાયદાનું ઉલ્લંઘન કરવામાં જ રાચનારાઓને મારે શિરચ્છેદની શિક્ષા ન કરવી જોઈએ. એવો પ્રશ્ન પૂછતાં કફ્યુશિયસે જવાબ આપ્યો, “સાહેબ, આપની શાસન-વ્યવસ્થામાં દેહાંતના દંડની જરૂર જ શી છે? જો આપ સારા થવાની એકનિષ્ઠાભરી અભિલાષા રાખશો તો આપની પ્રજા પણ એવી જ સારી થશે. રાજાનું ચારિત્ર્ય પવનના જેવું છે. પ્રજાનું ચારિત્ર્ય ઘાસના જેવું છે, અને ઘાસનો એવો સ્વભાવ છે કે એના પર પવનનો ફરફરાટ થાય એટલે એ અવશ્ય વાંકું વળે જ.”૫૭ રાજગુણસંપન્ન સમ્રાટ જો આવિર્ભાવ પામે તો એક પેઢી પૂરી થતાં સુધીમાં તો સ્વભાવવૃદ્ધિ સાધુતા સર્વત્ર પ્રવર્તે.”૫૮ 2. પારસ્પરિક આત્મીયતા કે નૈતિક જીવનનો સુવર્ણ નિયમ : માણસને પોતાને જે પ્રતિકૂળ લાગે તેનું આચરણ તેણે અન્ય માણસો સાથેના વ્યવહારમાં ન કરવું અથવા તો સામા માણસ પાસેથી આપણે જેવા વર્તનની અપેક્ષા રાખીએ છીએ તેવું વર્તન આપણે સામા માણસ સાથે કરવું જોઈએ એવો કફ્યુશિયસનો Page #224 -------------------------------------------------------------------------- ________________ કન્ફયુશિયસ ધર્મ 2 13 નૈિતિક ઉપદેશ છે. 59 કફ્યુશિયસના મત પ્રમાણે, પારસ્પરિક આત્મીયતા (શુ-shu) ના આ સિદ્ધાંતમાં માણસના સમગ્ર જીવન માટેના તમામ નૈતિક નિયમોનો સાર આવી જાય છે. અને તેથી કફ્યુશિયસ પારસ્પરિક આત્મીયતાને નૈતિક જીવનના સુવર્ણ નિયમ તરીકે પણ ઓળખાવે છે. સમગ્ર સામાજિક જીવન માટે આ સુવર્ણ નિયમની ઉપયોગિતા સમજાવતાં કફ્યુશિયસે લખ્યું છે કે : મારા પુત્ર પાસેથી મને જે રીતની સેવાની અપેક્ષા હોય તેવી સેવા મારે મારા પિતાની કરવી જોઈએ...મારી નીચેના અમલદાર પાસેથી મને જે રીતની સેવાની અપેક્ષા હોય તેવી સેવા મારે મારા રાજાની કરવી જોઈએ. મારા અનુજ પાસેથી મને જેવા વર્તનની અપેક્ષા હોય તેવું વર્તન મારે મારા મોટા ભાઈ પ્રત્યે કરવું જોઈએ... મારા મિત્ર પાસેથી મને જેવા વર્તનની અપેક્ષા હોય તેવું વર્તન મારે મારા મિત્ર પ્રત્યે દાખવવું જોઈએ.”૬૧ 3. ઉત્તમ માનવનો નૈતિક વૈભવઃ કફ્યુશિયસના મતે, ઉત્તમ માનવ, પુત્ર તરીકે ઉત્તમ પ્રકારની પિતૃભક્તિ દાખવે છે, પિતા તરીકે તે માયાળુ અને ન્યાયી હોય છે. અમલદાર તરીકે તે ભરોસાપાત્ર અને વફાદાર હોય છે, પતિ તરીકે તે નીતિનિષ્ઠ અને શાણો હોય છે, મિત્ર તરીકે તે ચોખ્ખા દિલનો અને ચતુર હોય છે.૬૨ ચતુર માનવીની વર્તણૂકમાં પાંચ સદ્ગુણો પ્રગટ થયા કરતા હોય છે : 1. સ્વમાન, 2. ઉદારતા, 3. નિખાલસતા, 4. ગંભીરતા અને પ. પરોપકાર.૬૩ . ઉત્તમ માનવી “બોલતાં પહેલાં આચરે છે અને પછી પોતે જે કર્યું હોય તે જ બીજાને કરવાનો ઉપદેશ આપે છે.”૬૪ આમ, તેનાં વિચાર, વાણી અને વર્તનમાં સંપૂર્ણ એકરૂપતા હોય છે. ઉત્તમ માનવીની કર્તવ્યભાવના ઘણી તીવ્ર હોય છે, પણ તેને અનુસરવામાં તેને લેશમાત્ર મુશ્કેલી હોતી નથી, કારણ કે તે પોતાની કર્તવ્યભાવનાને સમતા અને સંવાદિતા સાથે જોડે છે, નિઃસ્વાર્થભાવે તેને પ્રગટ કરે છે, અને દિલની સચ્ચાઈ અને વાસ્તવિક સત્યથી તેને પરિપૂર્ણ કરે છે. 65 નીચેનાં કથનો કફ્યુશિયસનાં બોધવચનોમાં આવતા ઉત્તમ માનવતા ચિત્રને રજૂ કરે છે : (1) “ઉચ્ચત્તર માનવીની દિલસોજી વિવિધ ક્ષેત્રો પર ફરી વળે એટલી વિશાળ હોય છે. પક્ષાપક્ષીના પૂર્વગ્રહમાંથી એ વિમુક્ત રહે છે.”૬૬ (2) “ઉચ્ચત્તર માનવી શાંત અને સ્વસ્થ હોય છે.”૬૭ (3) “માનવરાજ તેને કહેવાય કે જેનામાં શોક નથી તેમ જ ભય નથી.”૬૮ (4) “અમીર માણસ બીજાઓના સારા ગુણોનું ગૌરવ કરે છે અને નઠારા ગુણો પર વિશેષ ભાર મૂકતો નથી.”૬૯ Page #225 -------------------------------------------------------------------------- ________________ 214 જગતના વિદ્યમાન ધર્મો (5) “અમીર માણસ અન્યને અનુકૂળ થવાને પ્રયત્નશીલ હોય છે, પણ ખુશામત કરતો નથી."૭૦ અમીર માણસ ગૌરવ સંપન્ન હોય છે પણ અભિમાની નથી હોતો.”૭૧ (7) ઉચ્ચત્તર માનવી પોતાને જે જોઈતું હોય તે પોતાના અંતરમાંથી શોધે છે. 72 “ઉચ્ચત્તર માનવી નવી મુદ્દાઓ પર ખાસ લક્ષ આપે છે. શુદ્ધ દૃષ્ટિએ જોવાને, સ્પષ્ટપણે સાંભળવાને, મુખમુદ્રા પર સ્નેહભાવ, ચેષ્ટામાં આદરભાવ, વાણીમાં પ્રામાણિકતા, વ્યવહારમાં નિષ્ઠા રાખવાને એ આતુર હોય છે. શંકા ઉદ્ભવે ત્યારે વિશેષ તજવીજ દ્વારા સમાધાન મેળવવા એ ઉત્સુક રહે છે, ક્રોધ આવે ત્યારે તેના પરિણામનો વિચાર કરે છે; કોઈ લાભ મેળવવાની લાલચ એને આપવામાં આવે ત્યારે માત્ર ફરજનો જ એ વિચાર રાખે છે.”૭૩ કફ્યુશિયસનાં અન્ય બોધવચનો : ઉત્તમ માનવનો આદર્શ સિદ્ધ કરવામાં ઉપકારક થાય તેવાં કયુશિયસનાં કેટલાંક બોધવચનો નીચે પ્રમાણે છે : (1) “તમે જે કંઈ કહો તેમાં જો સાચદિલી અને પ્રામાણિકતા હશે, અને તમે જે કંઈ કરો તેમાં જો ઇમાનદારી અને સાવધતા હશે તો ભલે તમે જંગલીઓના દેશમાં જઈ વસો. ત્યાં તેઓની સાથે પણ તમને ફાવશે... (નહિ તો) તમારા પોતાનાં દેશમાં પણ તમે ફાવો એ બનવાજોગ છે ?"74 (2) ““કોઈ કારીગર પોતાનું કામ સારી રીતે કરવા ઇચ્છતો હોય તેણે પ્રથમ પોતાનાં ઓજારો ઘસીને તીક્ષ્ણ ધારવાળાં બનાવવા જોઈએ, બરાબર એ જ પ્રમાણે તમારા દેશના જે મહાજનો હોય તેમાંથી સંતો અને “સાધુજનોની તમારે સેવા કરવી જોઈએ, અને જેઓ ટુણસંપન્ન હોય તેમની સાથે તમારે મૈત્રી બાંધવી જોઈએ.૭૫ “તમારાથી નીચા હોય એવા કોઈની મૈત્રી ન સ્વીકારો, અને ભૂલ થાય ત્યારે તે સુધારતાં સંકોચ ન રાખો.”૭૬ (4) “મોટા માણસોની સાથે એ (હલકો માણસ) અણઘટતી છૂટ લે છે અને સંતોના ઉપદેશવચનોને હસી કાઢે છે.”૭૭ “જે માણસ પોતાના તરફથી વિશેષ અને બીજાના તરફથી અલ્પ અપેક્ષા. રાખે છે તે દ્વેષમાંથી ઊગરી જશે.”૭૮ સાહસનો પ્રેમ અને દરિદ્રતાનો તીવ્ર અસંતોષ-એનાથી માણસ અવિચારી કૃત્યો કરતો થાય છે.”૭૯ Page #226 -------------------------------------------------------------------------- ________________ કન્ફયુશિયસ ધર્મ 215 (7) “તમે કોઈનું ખોટું કર્યું હોય તો જે ખોટું થયું તેને યોગ્ય બદલો આપતાં તમે લાજ ન રાખશો.”૮૦ (8) પોતાનામાં દોષ હોય છતાં તેને રમવા નહિ એ જ ખરેખરો દોષ છે.”૮૧ (9) તમે કોઈ સારા માણસને જુઓ કરે તેના જેટલી (આત્માની) ઉન્નતિ પ્રાપ્ત કરવાનો વિચાર કરો. તેને કોઈ નઠારા માણસને જુઓ ત્યારે અંતદષ્ટિવાળા થાઓ અને તમારા આત્માનું નિરીક્ષણ કરો.”૮૨ (10) “સંસ્કાર આપનારી લલિતકળાઓમાંથી તાજંગી મેળવો...કવિતા વડે ચારિત્ર્યનું ઘડતર થવા દો, સદ્વર્તનના નિયમો વડે એને સુસ્થાપિત કરો; સંગીત વડે એને પરિપૂર્ણતા અર્પો."3 ભક્તિભાવના અને તેની અભિવ્યકિ. : કફ્યુશિયસ ધર્મ માનવતાવાદી ધર્મ છે અને તેથી તેમાં ભક્તિભાવના અને તેની અભિવ્યક્તિનું કોઈ સ્થાન નથી એમ કહેવાનું સર્વથા ઉચિત નથી, કારણ કે આપણે જોઈ ગયા કે કફ્યુશિયસ ઈશ્વરના અસ્તિત્વમાં માને છે અને તેમના પ્રત્યેનો ભાવ પણ પ્રગટ કરે છે. આર. ઈ. હ્યુમ યથાર્થ કહે છે કે, ““કફ્યુશિયસે નીતિ અને ધર્મની જે પ્રક્રિયા વ્યવસ્થિત રૂપમાં આપી છે તેમાં પરમેશ્વરની માન્યતા અને પૂજાનો. સ્વીકાર કરવામાં આવ્યો છે.”૮૪ ઈશ્વર, અન્ય દેવો અને પિતૃઓ પ્રત્યેના ભક્તિભાવની અભિવ્યક્તિરૂપે કફ્યુશિયસે યજ્ઞો કર્યા છે અને તેનો ઉપદેશ પણ આપ્યો છે. “માબાપ જીવતાં હોય ત્યાં સુધી યોગ્ય ભાવથી તેમની સેવા કરવી જોઈએ, મરી જાય પછી યોગ્ય વિધિથી તેમની અંતિમ યા કરવી જોઈએ, અને ત્યાર પછીનાં વર્ષોમાં યોગ્ય આહુતિઓથી તેમની પૂજા કરવી જોઈએ.”૮૫ અહીં એ બાબત ખાસ નોંધપાત્ર છે કે ફ્યુશિયસે વિશેષ ભાર અભિવ્યક્તિ પર નહિ પણ ભક્તિ કે પ્રેમની ભાવના પ મૂક્યો છે. તેઓએ લખ્યું છે કે : (1) ““જે માણસના હૃદયમાં પ્રેમભાવ નદી-તેને વિધિઓ સાથે શી લેવાદેવા છે? જે માણસના હૃદયમાં પ્રેમભાવ નથી-નોને ભજનકીર્તન શા કામનાં છે?” (2) “જેની સાથે તમારે કંઈ જ લેવાદેવા ન હોય એવા પ્રેતને આહુતિ અર્પવી એ તો કેવળ ખુશામત કે ગુલામગીરી છે.”૮૭ કફ્યુશિયસ ધર્મમાં ઈશ્વરની અને પિત્તઓની ભક્તિને તો સ્થાન છે જ પણ સૌથી વધારે મહત્ત્વનું સ્થાન કર્યુશિયસની પોતાની પૂજા-ભક્તિનું છે. ““ઓછામાં ઓછાં બારસો વર્ષ સુધી વર્ષમાં બે વાર પેકિંગ નામની રાજધાનીમાં આવેલા કફ્યુશિયસના મંદિરમાં ચીનના મહારાજાએ કફ્યુશિયસની પૂજા કરી છે અને સાથેસાથે તેમની સ્તુતિ કરીને યજ્ઞો પણ કર્યા છે... ચીનના દરેક શહેરમાં કેટલાંક, 1560 મંદિરોમાં, અને ત્રીજા વર્ગનાં મંદિરોમાં પણ, તે તે શહેરના અધિકારીઓ Page #227 -------------------------------------------------------------------------- ________________ 216 જગતના વિદ્યમાન ધર્મો વર્ષમાં બે વાર ઘણા મોટા પાયા ઉપર અને મહિનામાં બે વાર નાના પાયા ઉપર કયુશિયસની પૂજા કરે છે.”૮૮ આમ, કફ્યુશિયસ ધર્મમાં પૂજા, સ્તુતિ અને યજ્ઞયાગાદિ દ્વારા ભક્તિભાવની અભિવ્યક્તિ થાય છે. જોકે એક માનવતાવાદી ધર્મ તરીકે કફ્યુશિયસ ધર્મ આ બધી વિધિઓ કરતાં પોતાની જાત અને સમાજ પ્રત્યેની નૈતિક ફરજને વિશેષ મહત્ત્વ આપે છે. કફ્યુશિયસના એક શિષ્ય પોતાના ગુરુભાઈને આ મુદ્દો સમજાવતાં કહેલું છે કે “આપણા ગુરુજીના સઘળા ઉપદેશનો મુદ્દો માત્ર એક જ છે : માણસે પોતાની જાત પ્રત્યે વફાદાર રહેવું અને માનવબંધુઓ પ્રત્યે પ્રેમ રાખવો.”૮૯ વૈરાગ્યભાવના અને તેની અભિવ્યક્તિ : જેવી રીતે ઉન્નત નૈતિક જીવન એ કફ્યુશિયસ ધર્મના સિદ્ધાંતો પ્રમાણે ભક્તિભાવનાની એક અભિવ્યક્તિ છે તેવી રીતે કફ્યુશિયસે ઉપદેશેલી નીતિ વૈરાગ્યભાવનાની અપેક્ષા રાખે છે અને તેથી ઉન્નત નૈતિક જીવનને વૈરાગ્યભાવનાની અભિવ્યક્તિરૂપે પણ ઘટાડી શકાય તેમ છે. કફ્યુશિયસનાં નીચેનાં કથનો પરથી ઉન્નત નૈતિક જીવન માટે અપેક્ષિત વૈરાગ્યભાવનાનું સ્વરૂપ સ્પષ્ટ થશે : (1) “ખોરાક અને રહેઠાણની બાબતમાં સાધુપુરુષ માત્ર પુષ્કળતા અને સુખસામગ્રીની અપેક્ષા રાખતો નથી.”૯૦ “માણસે પોતાનું ચારિત્ર્ય કેવી રીતે સુધારવું? એવા ફાન ચિહુના પ્રશ્નના જવાબમાં કફ્યુશિયસે જવાબ આપેલો : “તારો પ્રશ્ન ઘણો જ સરસ છે. જો માણસ પોતાની ફરજને પહેલું સ્થાન આપે અને એ ફરજ બજાવ્યાના ફળને ગૌણ સ્થાન આપે તો એમ કર્યાથી એ પોતાનું ચારિત્ર્ય નહીં સુધારી શકે? 91 (3) " સણી પુરુષ પોતાને કરવાના કઠણ કાર્યનો પ્રથમ વિચાર કરે છે અને સ્થૂલ લાભના વિચારને તો એ ગૌણ સ્થાન જ આપે છે.”૯૨ “માણસ અભિમાની અને દ્રવ્યનો લાલચુ હોય તો ભલે એનામાં ચાઉ કંગમાં હતા તેવા ચારિત્ર્યના તમામ ઉત્તમ ગુણો હોય તો પણ તે ગુણો જરાયે લેખામાં લેવા જેવા નથી.”૯૩ (5) “અનિયંત્રિત ભોગવિલાસમાં સુખ માનવું, શિથિલતા અને નિષ્ક્રિયતામાં સુખ માનવું ઉજાણીઓ અને મિજબાનીઓમાં સુખ માનવું, એ હાનિકારક છે.”૯૪ (6) “સુખ સમૃદ્ધિ સાથે નથી સંકળાયેલું. ખાવાને સાદો ખોરાક, પીવાનું પાણી, અને વાંકા વળેલા હાથનું ઓશીકું એની સાથે પણ સુખ હોઈ શકે.”૯૫ ઉપસંહાર : માણસના જીવનવ્યવહારમાં વ્યક્ત થતી નીતિમત્તા એ તેની ધાર્મિકતાની પારાશીશી છે. આમ ધાર્મિક જીવનમાં નીતિનું મહત્ત્વ છે જ. કયુશિયસે નીતિને Page #228 -------------------------------------------------------------------------- ________________ કન્ફયુશિયસ ધર્મ 217 સામાજિક જીવન માટે અત્યંત આવશ્યક ગણાવીને સમાજની પ્રગતિ માટે ધર્મની જે આવશ્યકતા છે તે પોતાની વિશિષ્ટ રીતે પ્રગટ કરી છે. કફ્યુશિયસને એ દઢ શ્રદ્ધા હતી કે ““જો મનુષ્યો સારા થાય તો કુટુમ્બો સારાં થાય, રાજ્યો સારાં થાય અને તેથી આખું જગત સારું થાય.”૯૬ પ્રશ્ન એ છે કે મનુષ્યો સારા થશે? કફ્યુશિયસ ધર્મ માને છે કે જો સદુપદેશ આપવામાં આવે તો માણસો સારા થઈ શકે તેમ છે. સારા ઉપદેશની લોકો ઉપર જેટલી અસર થાય છે તેટલી સારા રાજવહીવટથી થતી નથી. સારા રાજ્યબંધારણથી લોકો ભય પામે છે, જ્યારે સારા ઉપદેશને લોકો ચાહે છે. સારું રાજયબંધારણ લોકોનું ધન હરી લે છે, પણ સારો ઉપદેશ લોકોનું હૃદય હરી લે છે.”૯૭ સોક્રેટિસ પણ માનતા હતા કે લોકોને સગુણ શીખવી શકાય છે પણ તેમનો પ્રશ્ન હતો : " સગુણો શીખવનાર શિક્ષકો ક્યાં ?' કફ્યુશિયસ એ લોકોને સગુણ શીખવનારા મહાન શિક્ષકોમાંના એક છે, અને તેથી જ મહાત્મા કફ્યુશિયસ કેવળ ચીનની પ્રજા માટે નહિ. સારા વિશ્વને માટે પ્રેરણાદાયી અને આદરણીય પુરુષ છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ 218 જગતના વિદ્યમાન ધર્મો સંદર્ભસૂચિ 4 9. Gundry D. W. Religions, P.GE 2. Potter C. F., The Story of Religions, PP. 9C3-08 3. કફ્યુશિયસ નામ કુંગ ફુત્રે એ મૂળ ચીની નામનું લેટિન રૂપાંતર છે. 4. કફ્યુશિયસનાં બોધ વચનો (અનુ. મોહનલાલ દવે) પૃ. 6. એજન, પૃ. 6. 6. Potter c. F, op. cit., P. 188. Glimpses of World Religions, P. 220 C. Noss J. B. Man's Religions, P. 380 C. Potter C. F., op. cit., p. 268 10. Ibid, P. 186 11. Ibid, PP. 190-91 12. કફ્યુશિયસનાં બોધવચનો, પૃ. 6. 13. એજન, પૃ. 6 14. એજન, પૃ. 6-7 94. Potter, op. cit., P. 969 16. ગો. હ. ભટ્ટ, જગતના વિદ્યમાન ધર્મો, પૃ. 164 17. કન્ફયુશિયસનાં બોધવચનો, પૃ. 8 18. એજન, પૃ. 64 : 10 19. એજન, પૃ. 79 : 22 એજન, પૃ. 73 : 40 22. એજન, પૃ. 69 : 28 22. એજન, પૃ. 11 23. Browne Lewis, This Believening World, P. 905 24. કન્ફયુશિયસનાં બોધવચનો, પૃ. 7-8 20. Page #230 -------------------------------------------------------------------------- ________________ કન્ફયુશિયસ ધર્મ 219 25. એજન, પૃ. 8 26. એ જન, પૃ. 63 : 2 29. Noss J. B., op. cit., P. 380 28. ગો. હ. ભટ્ટ, જગતના વિદ્યમાન ધર્મો, પૃ. 163 29. કફ્યુશિયસનાં બોધવચનો, પૃ. 66 : 19 30. Lin Yutang, The Wisdom of Confucius, P. 88 31. ગો. હ. ભટ્ટ, જગતના વિદ્યમાન ધર્મો, પૃ. 170 32. Noss J. B., op. cit., P. 344. 33. કફ્યુશિયસનાં બોધવચનો, પૃ. 20 : 106 34. એજન, પૃ. પ૫ : 46 35. એજન, પૃ. 69-70 : 30 36. એજન, પૃ. 89 : 85 37. એજન, પૃ. 63 : 2 31. Lin Yutang, op. cit., P.ee 39. કફ્યુશિયસનાં બોધવચનો, પૃ. 2 : 5 8o. Noss J. B., op. cit., P. 389 41. કફ્યુશિયસનાં બોધવચનો, પૃ. 85 : 55 * 82. Noss J. B., op. cit., P. 382 83. Gundry D. W., op. cit., P. OC 44. ગો. હ. ભટ્ટ, જગતના વિદ્યમાન ધર્મો, પૃ. 174-75 45. કફ્યુશિયસનાં બોધવચનો, પૃ. 8 : 37 46. એજન, પૃ. 84 : 50 Yo. Noss J. B., op. cit. P. 389 48. Ibid, P. 351 49. Ibid, P. ૩પર 50. Ibid, P. 353 51. કફ્યુશિયસનાં બોધવચનો, પૃ. 8 : 38 પ૨. એજન, પૃ. 31 : 24 Page #231 -------------------------------------------------------------------------- ________________ 220 જગતના વિદ્યમાન ધર્મો 53. એજન, પૃ. 27 : 15 54. એજન, પૃ. 25-26 : 9 પપ. એજન, પૃ. 26 : 10 96. એજન, પૃ. 26 : 12 97. એજન, પૃ. 26 : 13 58. એજન, પૃ. 30 : 21 59. એજન, પૃ. 7 : ૩ર અને 14 : 64 co. Noss J. B., op. cit., P. 340 61. એજન, પૃ. 350 62. એજન, પૃ. 358 63. એજન, પૃ. 358 64. કફ્યુશિયસનાં બોધ વચનો, પૃ. 3 : 9 65. Noss J. B., op. cit, P. 359 66. કન્ફયુશિયસનાં બોધ વચનો પૃ. 3 : 10 67. એજન, પૃ. 7 : 34 68. એજન, પૃ. 9 : 40 69. એજન, પૃ. 9 : 42 70. એજન, પૃ. 11 : 47 71. એજન, પૃ. 11 : 49 72. એજન, પૃ. 14: 61 73. એજન, પૃ. 14 : 65 74. એજન, પૃ. 18 : 92 75. એજન, પૃ. 13 : 59 76. એજન, પૃ. 17 : 79 77. એજન, પૃ. 20 : 106 78. એજન, પૃ. 86 : 66 79. એજન, પૃ. 82 : 39 80. એજન, પૃ. 77 : 2 Page #232 -------------------------------------------------------------------------- ________________ 2 21 કન્ફયુશિયસ ધર્મ 81. એજન, પૃ. 87 : 71 82. એજન, પૃ. 80: 24 83. એજન, પૃ. 16 : 76-77 84. ગો. હ. ભટ્ટ, જગતના વિદ્યમાન ધર્મો, પૃ. 175-76. 85. કફ્યુશિયસનાં બોધવચનો, પૃ. 2 : 5 . 86. એજન, પૃ. 3: 11 87. એજન, પૃ. 78 : 13 88. ગો. હ. ભટ્ટ, જગતના વિદ્યમાન ધર્મો, પૃ. 167 89. કફ્યુશિયસનાં બોધવચનો, પૃ. 106 : 4 90. એજન, પૃ. 1 : 4 91. એજન, પૃ. 93 : 94 92. એજન, પૃ. 6 : 27 93. એજન, પૃ. 82 : 40 94. એજન, પૃ. 19. 105 95. એજન, પૃ. 81 : 34 96. Potter c. E, Op. Cit., P. 182 97. ગો. હ. ભટ્ટ, જગતના વિદ્યમાન ધર્મો, પૃ. 182-83. Page #233 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૪ તાઓ ધર્મ - મુકુન્દ કોટેચા પ્રાસ્તાવિક : ચીનની ધર્મભાવના પ્રમાણે ધર્મ એ તો માનવમાત્રને માટે નૈસર્ગિક અને સ્વાભાવિક બાબત છે. ધાર્મિક બનવા માટે માણસે માણસ તરીકે મટી જવાની જરૂર નથી. હિંદુ ધર્મની જેમ ચીનનો ધર્મ પણ માને છે કે ધર્મ એ તો માનવ સ્વભાવ સાથે જડાયેલું તત્ત્વ છે. જ્યાં સુધી તાઓ ધર્મને લાગેવળગે છે ત્યાં સુધી આ વાત ખરી છે, કારણ કે તેમાં વિશ્વ અને માનવનું મૂળગત ઐક્ય સ્વયંસિદ્ધ માનેલું છે. 2 તાઓનો અર્થ : તાઓ એક ગૂઢાર્થી શબ્દ છે. તેનું અનેક રીતે અર્થઘટન અને ભાષાંતર થયું છે. જેમ કે, ઈશ્વર, બુદ્ધિમત્તા, બ્રહ્મન્, પરમ તત્ત્વ વગેરે. “દૈવી માર્ગના અર્થમાં તાઓ' શબ્દ વધુ પ્રચલિત બનેલો છે. એ. જે. બામ તાઓ ધર્મગ્રંથ-તાઓ-તે-ચિંગ-ની પોતે તૈયાર કરેલી આવૃત્તિમાં તાઓનું અર્થઘટન પ્રકૃતિ અથવા સ્વભાવ એવું કરે છે. આમ તાઓનો મૂળ અર્થ એ જ થાય છે જે “ધર્મનો થાય છે. ધર્મનો એક અર્થ સ્વભાવ કે ગુણધર્મ પ્રચલિત છે. જેમ અગ્નિ બાળે છે, બરફ ઠંડક આપે છે, હવા અદશ્ય છે, બીજ પાંગરે છે. આ બધું સ્વભાવગત થાય છે. તાઓ ધર્મના હાર્દરૂપે કહેવાયું છે કે મનુષ્ય જ્યારે પ્રકૃતિના સ્વાભાવિક પ્રવાહમાં દખલગીરી કરે છે ત્યારે દુઃખી થાય છે, આથી સુખી થવા માટે તમામ કૃત્રિમતાઓ છોડી કુદરતના ખોળે અને પોતાના સ્વભાવમાં પાછા ફરવું જોઈએ. આમ, તાઓ એક ધર્મ તરીકે સ્વરૂપસિદ્ધિનો માર્ગ છે. રોબર્ટ ડગલસ કહે છે, તાઓ પથ પણ છે અને પથિક પણ છે. તે સનાતન માર્ગ છે જેના પર તમામ અસ્તિત્વ ધરાવતી વસ્તુ ચાલે છે છતાં આમાંની કોઈએ તેનું નિર્માણ નથી કર્યું, કારણ કે એ તો અસ્તિત્વ સ્વયં છે. મહાત્મા લાઓત્યુ અને તેમના અનુયાયીઓ : લાઓ7 એ કોઈ વ્યક્તિવાચક નામ નથી. પરંતુ એક વિશેષણ છે જેનો અર્થ Page #234 -------------------------------------------------------------------------- ________________ તાઓ ધર્મ 2 23 પ્રાચીન ગુરુ” (Old Master) એવો થાય છે. આમ જેમને વિદ્વાનો લાઓત્ન તરીકે ઓળખાવે છે તેમનું ખરું નામ “લિ' (Li) હતું. લાઓત્ન કયુશિયસના સમકાલીન હતા અને ઉંમરમાં તેમના કરતાં પચાસ વર્ષ મોટા હતા. લાઓત્સુનો જન્મ ઈ.સ. પૂ. ૬૦૪માં ચીનના હોનાન પ્રાન્તના શુ-ઝેન નામના ગામમાં થયો હતો. જન્મ સમયે તેમના વાળ સફેદ હતા, સ્વભાવ ચિંતનશીલ જ્ઞાનીના જેવો હતો. આથી તેમને વૃદ્ધ બાળક અને પ્રાચીન ગુરુ (લાઓત્સુ)નું વિશેષણ મળ્યું હતું. લાઓ7 નમ્ર સ્વભાવના અને અંતર્મુખ વ્યક્તિત્વવાળા હતા. એકાંત, નિવૃત્તિપરાયણ અને ચિંતનશીલ જીવન તેમને વધુ પસંદ હતું. કોઈ પણ પ્રકારના બદલાની ઇચ્છા સિવાય બધા તરફ સજ્જનતા રાખવી એ સિદ્ધાંતનો તેમણે પોતાના આચરણ દ્વારા ઉપદેશ કર્યો હતો. તેઓ કહેતા, “જેઓ સારા છે. તેમની પ્રત્યે હું સારી રીતે વર્તે છું. આમ મને સારપ મળી રહે છે... અને જેઓ સંનિષ્ઠ નથી તેમની પ્રત્યે પણ હું સંનિષ્ઠાપૂર્વક વર્તુ છું, આમ મને સંનિષ્ઠા મળી રહે છે.” (તા. તે ચિ. 49). લાઓની ખ્યાતિ એક મહાન ધર્મપુરુષ તરીકે સમગ્ર ચીનમાં ફેલાઈ હતી. પરમ ગૂઢ તત્ત્વ તાઓનો તેમણે સાક્ષાત્કાર કર્યો હતો તેમની તાઓ તત્ત્વાનુભૂતિનું તેમના જ શબ્દોમાં વર્ણન કરીએ : એનું વિશેષનામ હું જાણતો નથી. પણ હું એને “માર્ગ એવા ઉપનામથી ઓળખાવું છું, અને મારી શક્તિ વાપરીને એને માટે શબ્દ શોધું તો મારે એને “મહાન” કહેવું જોઈએ.” લાઓત્રુના જીવનવ્યવહાર સંબંધી વિશેષ કંઈ ઐતિહાસિક માહિતી ઉપલબ્ધ થતી નથી. પરંતુ તેમના વ્યવસાય વિષેની જે માહિતી મળે છે તે પ્રમાણે તેઓ ચાઉ શહેનશાહના દરબારમાં દફતરદારનો માનવંતો હોદ્દો ધરાવતા હતા. આ સમયમાં કફ્યુશિયસે તેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કર્યુશિયસે તેમને પોતાના વડીલ અને મુરબ્બી જાણીને તેમની પાસે રાજ્ય અને સમાજસુધારણા માટે માર્ગદર્શન માગ્યું. જવાબમાં લાઓત્સુએ ઠપકો આપતા કહ્યું: “સમાજસુધારણા કરતાં પહેલાં તમારી જાતને જ સુધારો અને આંતરિક શુદ્ધિ ઉપર ભાર મૂકો.”૭ બીજો એક પ્રસંગ લાઓત્સુની સાધનાપદ્ધતિનો નિર્દેશ કરે છે. જ્યારે કફ્યુશિયસ લાઓત્સુને મળવા ગયા ત્યારે તેઓ એટલા બધા નિશ્ચલ હતા કે તેઓ ભાગ્યે જ કોઈ મનુષ્યને મળતા આવે. કફ્યુશિયસે લાઓત્નને કહ્યું : ““શું મને મારી આંખો છેતરે છે? હમણાં મને તમે જીવનવિહોણા ટુકડા જેવા લાગ્યા, જાણ કે તમારામાં કશું ચેતન ન હોય.” લાઓત્સુએ કહ્યું: એ સાચું છે, હું વસ્તુઓના આદિ સ્વરૂપમાં વિચરતો હતો.”૮ લાઓત્સુ પોતાના વ્યવસાયને વફાદાર હતા, કારણ કે તેઓ જે કામ કરતા હતા તે જીવ રેડીને કરતા હતા. જ્યારે એમને લાગ્યું કે ચાઉનું રાજ્ય હવે ભાંગતું Page #235 -------------------------------------------------------------------------- ________________ 2 24 ' જગતના વિદ્યમાન ધર્મો જાય છે, તેની પડતીની નિશાનીઓ દેખાય છે, ત્યારે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. એક દંતકથા પ્રમાણે તેમણે મહિષી એટલે ભેંસ ઉપર સવારી કરી વન તરફ પ્રયાણ કર્યું હતું. લાઓસ્ટ્રએ જિંદગીભર કંઈ લખ્યું ન હતું. પરંતુ જ્યારે સરહદ પરના અમલદારે જકાતના રૂપમાં પુસ્તક લખી આપવા જણાવ્યું, ત્યારે તેમણે તાઓ અને તેની શક્તિની સમજૂતી આપતું એક પુસ્તક બે ભાગમાં લખી આપ્યું અને તે પણ તેમનો સામાન તપાસાયો એટલા સમય દરમિયાનમાં જ. પછી તેઓ ક્યાં ગયા અને ક્યારે મૃત્યુ પામ્યા તે વિશે કોઈ માહિતી મળતી નથી. પરમ ગૂઢ તત્ત્વના શોધક પોતે પણ ગૂઢ રીતે અદશ્ય થયા. તાઓ ધર્મગ્રંથ : લાઓત્સુએ લખેલો તાઓ-તે-ચિંગ (Tao Teh ching) તાઓ ધર્મનો આધારભૂત ગ્રંથ છે. તેની રચના બે વિભાગમાં, એક્યાસી નાનાં પ્રકરણોમાં, આશરે પાંચેક હજાર શબ્દોમાં કરવામાં આવી છે. લાઓએ આ સમગ્ર ગ્રંથમાં તાઓની અનિર્વચનીયતા વિશે જ ચર્ચા કરી છે. આ અનિર્વચનીયતા અને અવ્યાખ્યયપણું દર્શાવવા માટે દૃષ્ટાન્તકથાઓ અને રૂપકથાઓનો આધાર લેવામાં આવ્યો છે. લાઓ7ની આ પ્રકારની શૈલીને ફેડરિક સ્પિગલબર્ગ ગૌતમ બુદ્ધની શૈલી સાથે મળતી આવતી માને છે, કારણ કે બુદ્ધ પણ આ રીતે નિર્વાણને વ્યાખ્યય બનાવ્યા સિવાય દષ્ટાન્તો દ્વારા ચર્ચતા હતા.૯ લાઓ લખે છે, “જે જાણે છે, તે બોલતો નથી. જે બોલે છે, તે જાણતો નથી. જે સાચો છે, તે શણગારતો નથી. જે શણગારે છે, તે સાચો નથી.”૧૦ જે શબ્દોને ખરેખર શબ્દો ગણી શકાય તે સનાતન શબ્દોથી ભિન્ન છે.”૧૧ “સત્ અને અસત્ એકબીજાને જન્મ આપે છે. મુશ્કેલ અને સહેલું એકબીજાની પૂર્તિ કરે છે.”૧૨ આમ, અહીં એ સમજાવવાનો પ્રયત્ન થયો છે કે જે શબ્દો સંપૂર્ણપણે સત્ય છે તે વિરોધાભાસી દેખાય છે. આથી તાઓ વિષે રૂપકોની ભાષામાં કહેવું અનિવાર્ય બની જાય છે. “માર્ગમાં એટલે કે તાઓમાં નામહીનની સરળતા છે. જેવો તે કર્મમાં મુકાય છે એવાં નામો શરૂ થાય છે.”૧૩ તાઓ એ પાણી નથી. પરંતુ તેને પાણી સાથે સરખાવી સમજાવવામાં આવેલ છે અને કહેવામાં આવ્યું છે કે સફળતાની પ્રાપ્તિ માટે પાણી જેવા થવું જોઈએ. “સર્વોચ્ચ સારપ પાણી જેવી છે. પાણીની સારપ સહેજ પણ હોસાતસી વગર દસ હજાર વસ્તુઓને લાભ પહોંચાડવામાં છે. બધા માણસો જેનો તિરસ્કાર કરે છે એવા (નીચામાં નીચા) સ્થાનમાં તે રહે છે. એથી એ તાઓની-માર્ગની નજીક આવે છે.”૧૪ Page #236 -------------------------------------------------------------------------- ________________ તાઓ ધર્મ 225 આ ગ્રંથનું મૂલ્યાંકન કરતાં શ્રી લિનયુતાંગ કહે છે, દુનિયાનાં દર્શનોમાં તે સૌથી ગહન શાસ્ત્રગ્રંથ છે. 15 તેમાં જે વિચારો પડેલા છે તે ગહન છતાં સરળ અને સમજી શકાય તેવા છે. તેમાં જે વિચાર-મૌક્તિકો પડેલાં છે તે આજે પણ આપણા મૂંઝાયેલા જમાનાને માર્ગદર્શન આપવાને સમર્થ છે. તાત્ત્વિક સિદ્ધાંતો : (1) પરમ તત્ત્વનું સ્વરૂપ H ડૉ. રાધાકૃષ્ણના મતે તાઓવાદના કેન્દ્રીય વિચારો ઉપનિષદોના વિચારો સાથે મળતા આવે છે. સંસારનું દૈવીપણું અને એક પરમ તત્ત્વની વાસ્તવિકતા - આ બે બાબતોનો મૂળભૂત સ્વીકાર બંનેમાં સામાન્ય છે. એટલું જ નહિ, બહુ નહિવત ફેરફાર સિવાય સમાન પદ્ધતિથી આ પરમ તત્ત્વ ઉપર બંનેમાં વિચાર કરવામાં આવ્યો છે. તાઓ તત્ત્વ ઉપનિષદમાં દર્શાવેલા પરબ્રહ્મ તત્ત્વ જેવા લક્ષણો ધરાવે છે. તે અગાધ છે, જે કંઈ છે તે દરેકનું સૃષ્ટા, પરમ પિતા છે. આમ, સર્વવ્યાપક છે અને આદિ કારણ પણ છે. તે સમગ્ર વિશ્વનું સંચાલક બળ છે અને જગતનું ઉપાદાન કારણ છે. જગત તેમાંથી ઊપજે છે અને તેમાં જ વિલીન થાય છે. તે, કે જે બધાને ઉત્પન્ન કરે છે, તે સ્વયં અજન્મા છે, જેના વડે સર્વ વસ્તુઓનો વિકાસ થાય છે. એ વિકાસ સ્વયં તેને સ્પર્શી શકતો નથી. આ બધાં લક્ષણોથી તાઓને વર્ણવવા છતાં તેનો ચોક્કસ ખ્યાલ આપી શક્તો નથી, કારણ કે “તે રહસ્યોનું રહસ્ય, સર્વ આશ્ચર્યોનું દ્વાર છે.”૧૭ સ્વાંગ7 તાઓના સંબંધમાં લખે છે : “તાઓમાં વાસ્તવિક સત્તા હોવા છતાં તે સાક્ષી માત્ર છે. તેમાં કર્મ કે આકાર નથી. તેનો અનુભવ કરી શકાય છે, પરંતુ તેનું ઇન્દ્રિય પ્રત્યક્ષીકરણ થતું નથી. તેને પામી શકાય છે, પણ તે જોઈ શકાતો નથી. તેનું અસ્તિત્વ આત્મસ્વરૂપ અને આત્મસ્થિત છે. તેનું અસ્તિત્વ સ્વર્ગ અને ધરતીની પૂર્વેનું અને ચિરંતન છે. તે સર્વથી પ્રાચીન હોવા છતાં વૃદ્ધ થઈ ગયેલું નથી. સ્વર્ગથી ઊંચેનું છતાં ઊંચું નથી. ધરતીથી નીચેનું છતાં નીચું નથી.”૧૮ આમ, નિષેધક અને પરસ્પરથી વિરોધી એવું તાઓનું વર્ણન કરવું પડે છે. આનો અર્થ એ નથી કે તાઓ એ શૂન્યમાત્ર છે. એ શૂન્ય નથી, પણ સભર અને પૂર્ણ છે, કારણ કે તે જીવન અને ગતિનાં તમામ સ્વરૂપોને ઉત્પન્ન કરે છે. “એને આકાશ નીચેના બધાની જનની કહી શકાય.”૧૯ (2) જગત અને જીવ સંબંધી વિચારણા વ્યાવહારિક જગત પરમ તત્ત્વ તાઓ સાથે કેવી રીતે સંબંધિત છે તે લાઓત્રુ દ્વારા જણાવવામાં આવ્યું નથી પરંતુ તાઓ-તે-ચિંગમાં લખ્યા પ્રમાણે, Page #237 -------------------------------------------------------------------------- ________________ 2 26 જગતના વિદ્યમાન ધર્મો જયારે મહાન માર્ગમાં પડતી થઈ ત્યારે માનવજાતિનો ઉદ્દભવ થયો. બુદ્ધિ અને જ્ઞાન પ્રગટ થયાં ત્યારે જગતનો વ્યવહાર શરૂ થયો.”૨૦ આ રીતે જગત અને પરમ તત્ત્વ વચ્ચે એક પ્રકારનો ભેદ નિર્દેશાયો હોવા છતાં એમાં વિશ્વ અને માનવનું મૂળગત ઐક્ય સ્વયંસિદ્ધ માનેલું છે. વિશ્વના પદાર્થો પરસ્પર સંબંધિત છે અને તેમની એકબીજા પર અસર થાય છે. આકાશ અથવા સ્વર્ગ, પૃથ્વી અને માનવ એ તાઓ ધર્મના તત્ત્વચિંતનની ત્રણ મુખ્ય સમાંતર ભૂમિકાઓ છે. આ ત્રણે પરસ્પર સંકળાયેલા છે. પ્રકૃતિની બધી જ ઘટનાઓમાં આ પારસ્પરિક સંબંધ રહેલો છે. એ અનંત શૃંખલામાંની એક કડીમાંથી બીજી કડીમાં પહોંચતી અસરને તે અર્થાત પ્રભાવ કે શક્તિ કહે છે. 21 આ આખી શૃંખલામાં બધા પદાર્થો સ્વાભાવિકપણે અને ઘર્ષણ વિના ચાલ્યા કરે તો તે આદર્શ સ્થિતિ ગણાય, અને તો જ બધામાં રહેલ તે અર્થાત્ પ્રભાવ કે શક્તિ પૂરેપૂરાં વિકાસ પામી શકે. આ વિકાસ સ્વયંભૂ છે એ વાત પર અહીં ખાસ ભાર મૂકવામાં આવે છે. 22 તાઓ અને તેનો સંબંધ સ્પષ્ટ કરતાં કહેવામાં આવ્યું છે, “ભવ્ય પ્રભાવક શક્તિ તેનાં બાહ્ય આવિષ્કરણો કેવળ માર્ગમાંથી એટલે કે તાઓમાંથી જ પ્રગટે છે.”૨૩ તાઓ - તે - ચિંગમાં બતાવ્યા પ્રમાણે મનુષ્ય શરીર સાથે બે આત્માઓ જોડાયેલા છે. એક આધ્યાત્મિક અને બીજો પાર્થિવ. આમાંનો પહેલો જન્મ ક્ષણે શરીરમાં પ્રવેશે છે અને બીજો ગર્ભાધાન વખતે પ્રવેશે છે. આ વિચારસરણી પ્રમાણે મરણ સમયે આધ્યાત્મિક આત્મા આકાશમાં ચાલ્યો જાય છે અને પાર્થિવ આત્મા મૃતદેહ પૂરેપૂરો મહાભૂતોમાં મળી ન જાય ત્યાં સુધી દેહ સાથે કબરમાં રહે છે. 24 આધ્યાત્મિક આત્માનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં ડૉ. રાધાકૃષ્ણનું લખે છે, વ્યક્તિનો આ આત્મા પોતાના સ્વરૂપની દૃષ્ટિથી તાઓ સ્વયં છે. તાઓ એક બાજુથી વિશ્વની વાસ્તવિકતામાં નિહિત તત્ત્વ છે તો બીજી બાજુથી વ્યક્તિના વ્યક્તિત્વનો ગૂઢ સ્રોત પણ છે. “તે સદા આપણી અંદર રહેલો છે, જેટલો ઇચ્છો એટલો તેમાંથી રસ ગ્રહણ કરો. એ ઝરો કદી સુકાવાનો નથી.” આમ આપણા વ્યક્તિગત જીવનરસનું ઝરણ એ મૂળ એક અને અનાદિ તત્ત્વમાં રહેલું છે. 25 નૈતિક સિદ્ધાંતો : સામાન્ય રીતે એમ કહેવાય છે કે તાઓ ધર્મ નિષ્ક્રિયતાને પોષે છે. પરંતુ ખરી રીતે જોતાં એ યોગ્ય સ્વરૂપની સક્રિયતાને માટે માર્ગ કરી આપે છે, કારણ કે ચિત્તની ચંચળતાને તાઓમાં એકાગ્ર કરવાનું કે તાઓ સાથે તાદામ્ય સાધવાનું કાર્ય સક્રિયતાના અભાવમાં શક્ય જ નથી. અલબત્ત, આ બાહ્ય સક્રિયતા નથી, પરંતુ આંતરજીવનની સબળ સજાગ સક્રિયતા છે કે હિન્દુ ખ્રિસ્તી એવા તમામ વિકસિત રહસ્યવાદી ધર્મના નીતિશાસ્ત્રમાં સામાન્ય સ્વરૂપે સ્વીકારવામાં આવી છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ તાઓ ધર્મ 2 27 તાઓ ધર્મના મુખ્ય નૈતિક સિદ્ધાંતો નીચે પ્રમાણે છે : (1) “તાઓ' તત્ત્વની શોધનો સિદ્ધાંત : તાઓ એ એક પરમ ગૂઢ તત્ત્વ છે. આ તત્ત્વની શોધ અને પ્રાપ્તિ કરવી એ આ ધર્મનો મૂળભૂત હેતુ છે. સ્વાંગલ્સ કહે છે કે, “એ જોયા વિના દેખાય છે, શ્રવણ કર્યા વિના સંભળાય છે અને વિચાર કર્યા વિના તેનું જ્ઞાન થાય છે.” જેમ ભારતીય યોગવિદ્યામાં સત્યના સાક્ષાત્કાર માટે ધ્યાનની પ્રક્રિયા સૂચવવામાં આવી છે તેમ તાઓ ધર્મમાં તાઓને પ્રાપ્ત કરવા ચિત્તને શાંત બનાવવાનું કહેવાયું છે. આ માટે આપણે આપણા અવયવોને ઢીલા કરવા જોઈએ. ઇન્દ્રિયના વિષયોમાંથી નિવૃત્ત થવું જોઈએ, બાહ્ય વિષયો તેમ જ જ્ઞાનમાંથી ચિત્તને પાછું વાળવું જોઈએ. સ્વાંગ-7 કહે છે કે, “તાઓ સાથેની એકતા અંદરનાં પરિબળોને ખાલી કર્યા વિના પ્રાપ્ત થતી નથી. ખાલી કરવું એ હૃદયનો ફેરફાર છે.”૨૬ સ્વાંગલ્સ કહે છે કે, ““નદીને કાંઠે જઈને કે એકાંત જગ્યામાં ખાસ કરીને બાહ્ય પ્રવૃત્તિમાંથી વિદાય લઈને મનુષ્ય પોતાના ચિત્ત સાથે એકાકાર બની જાય છે તેમ મનુષ્ય અંતર્મુખી બનીને પોતાના આત્મામાં લીન થવાનું છે.”૨૭ શાશ્વત તાઓનો સાક્ષાત્કાર વિધાયક શબ્દોમાં રજૂ કરી શકાતો નથી, પરંતુ નિષેધક દૃષ્ટિએ બધી બાબતોની આસક્તિમાંથી મુક્તિ છે. જો મનુષ્ય તાઓનો સાક્ષાત્કાર કરે તો જીવન અને મૃત્યુના પરિવર્તનથી એ અલિપ્ત રહે છે, જે તાઓને પ્રાપ્ત કરે છે એ પોતાના અહંકારથી મર્યાદિત રહેતો નથી. એ બહારના સમગ્ર અસ્તિત્વ સાથે પોતાના તાદાભ્યની અનુભૂતિ કરે છે. 28 આવા તાઓ-સિદ્ધ માનવનું કર્મ સાંસારિક દૃષ્ટિએ અકર્મ છે, પરંતુ વાસ્તવમાં તે સર્વોપરી કર્તુત્વ છે. આ સ્થિતિમાં આપણે અનાયાસ, પરંતુ આત્મપ્રેરિત રહીએ છીએ આપણી તમામ કામનાઓથી મુક્ત થવાથી આપણે આપણા સમગ્ર વાતાવરણ સાથે સમન્વયની સ્થિતિએ પહોંચી જઈએ છીએ. પછી ઘટનાઓ પોતાની ગતિથી ચાલે છે. તાઓ-સિદ્ધનું જીવન પરિસ્થિતિથી અપ્રભાવિત બની જાય છે. 29 બધી પરિસ્થિતિમાં તેનું ચિત્ત આનંદમાં જ રહે છે. 30 (2) નમ્રતાનો સિદ્ધાંત : લાઓસ્ દઢતાપૂર્વક માને છે કે નમ્ર અને નિરભિમાની બનીને જ માણસ મહાન બની શકે, “તાઓને પામી શકે. તા-તે-ચિંગમાં સંતવેરુષનાં લક્ષણોનું વર્ણન કરતાં તેઓ લખે છે, “તે પોતાની જાતનો દેખાડો કરતો નથી; તેથી તે પ્રકાશે છે તે પોતાની વાત ભારપૂર્વક કહેતો નથી; તેથી તે સૌને સમજાય છે. તે બડાશ મારતો નથી; તેથી તે સફળ થાય છે. તેને અભિમાન ચડતું નથી, તેથી તે અગ્રણી બને છે.”૩૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ 228 જગતના વિદ્યમાન ધર્મો પોતાના આ મતનું સમર્થન જૂની કહેવત વડે કરતાં તેઓ ઉમેરે છે કે “જે નમ્યું છે તે આખું થાય છે.' - એ જૂની કહેવત બેશક ખાલી શબ્દો નથી.૩૨ (3) વૈષ્કર્મનો સિદ્ધાંતઃ તાઓ-તે-ચિંગમાં રજૂ થયેલો નૈષ્કિર્મ (ગુ-વેઈ)નો સિદ્ધાંત આખા વિશ્વની ભૂમિકાના અનુસંધાનમાં સમજવાનો છે. આ ભૂમિકા પ્રમાણે કુદરતમાં જે કાંઈ બને છે તે હંમેશાં ખબર ન પડે એ રીતે બને છે. સ્વયંભૂ રીતે બને છે. સ્વભાવ પ્રમાણેનું વર્તન એ કુદરતમાં આદર્શ સ્થિતિ છે. આ સ્થિતિમાં જ આકાશ અને પૃથ્વીની પ્રભાવિક શક્તિ (તે) પૂરેપૂરી કાર્ય કરી શકે છે. આ નષ્કર્મે કેવળ નિષ્ક્રિયતા નથી. પરંતુ જેમાં પ્રભાવિક શક્તિ વધુમાં વધુ કાર્ય કરી શકે એવી સ્થિતિ છે. આમ, કોઈ પણ પ્રકારની દખલગીરી વગર કુદરતને કુદરતી રીતે કાર્ય કરવા દેવાનો સિદ્ધાંત એટલે વ-વેઈનો સિદ્ધાંત.૩૩ કુદરતમાં દખલગીરી કરનારું તત્ત્વ એ માનવીય અહમ્ અને તેની વાસનાઓ છે. તાઓ-તે-ચિંગમાં કહેવાયું છે કે કૃત્રિમતા ઊભી કરનારા જ્ઞાન અને ઇચ્છાને દૂર કરીને મનુષ્ય કુદરત સાથે એકાકાર થવાનું છે. જેમ સમુદ્ર પોતાનાં મોજાંઓને ઊંચે લાવે છે અને પુષ્પમાં કળી ખીલે છે તેમ આપોઆપ મનુષ્ય વિકાસ કરવાનો છે. 34 (4) ભક્તિભાવના : લાઓત્સુએ સગુણ પરમતત્ત્વનો ઉપદેશ કર્યો નથી. આમ છતાં જેવી રીતે બૌદ્ધ ધર્મમાં બુદ્ધની ભક્તિ દાખલ થઈ તેવી રીતે તાઓ ધર્મમાં પણ લાઓત્રુની ભક્તિ શરૂ થયેલી છે, ઈ.સ. પૂ. ૧૫થી લાઓત્નને લોકો ભગવાન તરીકે ભજવા લાગ્યા હતા.૩૫ રાજ્ય તરફથી પહેલ-વહેલો એવો હુકમ કાઢવામાં આવ્યો કે લોકોએ લાઓ7ના માનમાં યજ્ઞો કરવા. ઈ.સ.ના ચોથા સૈકામાં લાઓત્સં પરમ પૂજ્ય તત્ત્વજ્ઞ તરીકે સ્વીકારાતા અને પૂજાતા રહ્યા હતા. ઈ.સ. ૫૮૬માં જ્યારે લાઓત્રુની જન્મભૂમિમાં આવેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો ત્યારે ત્યાં એક શિલાલેખ મૂકવામાં આવેલો જેમાં દર્શાવાયું છે કે લાઓત્રુના અનેક અવતારો થાય છે. આમ અસંખ્ય ચીની અનુયાયીઓ એમ માનતા થયા કે મહર્ષિ અને ધર્મોપદેશક લાઓત્ન ખરેખર દિવ્ય તત્ત્વનો અવતાર છે. તાઓ ધર્મમાં ખૂટતા ભક્તિના તત્ત્વને તેના યોગ્ય સ્વરૂપે દાખલ કરવાનું શ્રેય મો-તિને ફાળે જાય છે. માનવ બંધુત્વના દેવદૂત તરીકે જાણીતા બનેતા મોતિ (Me-ti, મોન્ઝ અથવા મેહ-ન્ઝ તરીકે પણ ઓળખાય છે.)નો સમય ઈ.સ. પૂ. ૪૭૦થી 390 વચ્ચેનો મનાય છે. તેમણે પ્રચલિત એવા પરોપકારિતાના અને પુત્રધર્મના સદ્ગુણની સાથે સાથે વૈશ્વિક પ્રેમના સ્કુણનો સમન્વય કર્યો. તેમણે સ્વર્ગની ઇચ્છાને ધોરણ તરીકે પ્રસ્થાપિત કરતાં કહ્યું, “હું જો સ્વર્ગની ઇચ્છા અનુસાર વર્તુ તો સ્વર્ગ મારી ઇચ્છા અનુસાર વર્તશે.” ““સ્વર્ગ નીતિમત્તાને ઇચ્છે છે, પૃથ્વી જીવંત Page #240 -------------------------------------------------------------------------- ________________ તાઓ ધર્મ 229 રહે એ તેને ગમે છે નાશ પામે તે નહીં, સમૃદ્ધ થાય તે ગમે છે ગરીબ રહે તે નહીં, વ્યવસ્થિત રહે તે ગમે છે પરંતુ અવ્યવસ્થા ગમતી નથી.”તેમના કહેવા પ્રમાણે સ્વર્ગની ઇચ્છાને અનુસરવું એ બીજું કશું નથી પરંતુ સર્વજનોને સર્વદશીયપણે ચાહવા એ જ છે. આ સર્વદશીપ્રેમના મહાન સિદ્ધાંતને તેઓ jen તરીકે ઓળખાવે છે અને તેના આચરણ દ્વારા તમામ સામાજિક અનિષ્ટનો અંત આવવાની સંભાવના દર્શાવે છે. વૈશ્વિક પ્રેમ એ ધર્મના દૃષ્ટિબિંદુથી જોતાં ઉત્તમોત્તમ ભક્તિનો જ એક પ્રકાર છે, જેમ નિ:સ્વાર્થ કર્મ એ ઉપાસનાનો જ એક પ્રકાર છે તેમ. (5) વૈરાગ્યભાવના : ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં રાગ-આસક્તિ-નો અભાવ એવો વૈરાગ્યનો અર્થ જો તાઓ ધર્મમાં લાગુ પાડીએ તો તેમાં ડગલે ને પગલે એવાં વચન વેરાયેલાં જોવા મળે છે કે જે એક યા બીજી રીતે વૈરાગ્ય ઉપદેશે છે. તાઓ-તે-ચિંગમાં જણાવ્યા પ્રમાણે, લોકોને લાલસા થાય એવી વસ્તુ ન બતાવીએ એટલે લોકોનાં હૃદય ક્ષુબ્ધ થાય જ નહિ.૩૮ સંતપુરુષ પોતાનો સ્વાર્થ સાધવા કશું કરતો નથી. તે હંમેશાં પોતાને પાછળ જ રાખે છે. 39 હોંસાતાંસી ન હોય એટલા માત્રથી જ માણસ નિર્દોષ રહી શકે છે. 40 જ્યાં સુધી ઇન્દ્રિયો પરના વિજયને લાગેવળગે છે ત્યાં સુધી સ્પષ્ટ કહેવાયું છે કે બધાં જ ઇન્દ્રિયજન્ય સુખો અતિરેકથી દુઃખમાં પરિણમે છે. એને લીધે માણસનો નૈતિક વ્યવહાર રૂંધાય છે. પાંચ રંગો, સ્વરો અનુક્રમે આંખને, કાનને, વ્યર્થ બનાવી દે છે. ઘોડેસવારી અને મૃગયા માણસના મનને પાગલ બનાવી દે છે. તાઓ ધર્મનો વૈરાગ્યપૂર્ણ ઉપદેશ એ છે કે સ્વાભાવિક સરલતા પ્રગટ કરો અને અકૃત્રિમતાને વળગી રહો, સ્વાર્થ ઓછો કરો અને લોભ ઘટાડો.૪૨ જે શ્રેય છે તે વાસનાના અમર્યાદ વધારામાં નથી એ સમજાવતાં કહેવાયું છે, “વાસનાનું સમર્થન કરવા કરતાં કોઈ મોટું પાપ નથી. સંતોષ ન જાણવા કરતાં મોટી કોઈ આફત નથી. મેળવવાની ઇચ્છા કરતાં મોટો કોઈ દોષ નથી, કારણ જેને સંતોષ છે તેને કશાની જરૂર નથી.” ઉપસંહાર : ' . . ભારતીય સંસ્કૃતિના જેવી ચીનની પ્રાચીન સંસ્કૃતિમાં રહસ્યવાદી ધર્મ પરત્વેનું મનોવલણ તૈયાર કરવામાં તાઓ ધર્મનો ફાળો અજોડ છે. જગતની પરિવર્તનશીલતા પાછળ તાઓ નામનું કોઈ ગૂઢ તત્ત્વ ઇન્દ્રિયોને અગ્રાહ્ય રીતે રહેલું છે. તેની હસ્તી સ્વીકારી નમ્રતા, સંતોષ અને સાહજિકતાના આચારમાર્ગ દ્વારા તેની પ્રાપ્તિ-અનુભૂતિ-ની શક્યતા દર્શાવીને તાઓ ધર્મે ધાર્મિક જીવનનો એક ઉત્તમોત્તમ નમૂનો ઘણી અસરકારક રીતે રજૂ કરેલો છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ 23) જગતના વિદ્યમાન ધર્મો સંદર્ભસૂચિ 1. A. J. Bahm, The World's Living Religions, 1964, P. 151. 2. Ibid, P. 152 3. ડૉ. રાધાકૃષ્ણન, ભારત ગૌર વીન, પૃ. 124-125 4. મેનન, પૃ. 117 4. Spiegelberg Frederic, Living Religions of the world, P. RCC તાઓ-તે-ચિંગ, (અનુવાદક : નગીનદાસ પારેખ) પૃ. 33 7. એજન, પૃ. 75 8. ડિૉ. હ. મ. જોષી, તાઓ ધર્મ 9. એજન, પૃ. 75 10. તાઓ-તે-ચિંગ, પૃ. 105 11. એજન, પૃ. 1 12. એજન, પૃ. 1 13. એજન, પૃ. 43 14. એજન, પૃ. 9 94. Lin Yutang, The Wisdom of China, P. 9 16. ડો. રાધાકૃષ્ણન, પરત મૌર વીન, પૃ. 117-118 17. તાઓ-તે-ચિંગ પૃ. 1 18. ડૉ. રાધાકૃષ્ણન, ભરત ગૌર વીન, પૃ. 120 રેગન, પૃ. 120 20. તાઓ-તે-ચિંગ, પૃ. 23 21. એજન, પૃ. 6 22. એજન, પૃ. 6 23. એજન, પૃ. 27 24. એજન, પૃ. 11 Page #242 -------------------------------------------------------------------------- ________________ તાઓ ધર્મ 231 25. ડો. રાધાકૃષ્ણન, ભરત ગૌર ચીન, પૃ. 123 26. ડૉ. હ. મ. જોષી. તાઓ ધર્મ, પૃ. 19 27. ડો. રાધાકૃષ્પન, પરત મૌર વીન, પૃ. 126 28. રેઝન, પૃ. 130-131 29. જ્ઞન, પૃ. 132 30. તા તે ચિંગ, પૃ. 30 31. એજન, પૃ. 28 32. એજન, પૃ. 29 33. એજન, પૃ. 6-7 34. ડૉ. રાધાન, ભારત ગૌર વીન, પૃ. 125 35. Archer John Clark, Faiths Men Live By, 1958, P. 137. 37. ડૉ. હ. મ. જોષી, તાઓ ધર્મ, પૃ. 9-10 . 37. Archer John Clark, Faiths Men Live By, P. 133, 135-136, 38. તાઓ-તે-ચિંગ, પૃ. 4 39. એજન, પૃ. 8 40. એજન, પૃ. 9 41. એજન, પૃ. 14 42. એજન, પૃ. 24 Page #243 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૫ શિન્જો ધર્મ - હરિપ્રસાદ પાઠક 1. ઉદ્ભવ અને વિકાસ : શિન્તો એ જાપાની પ્રજાનો પ્રાચીન ધર્મ છે. તેનો પ્રારંભ ઈ.સ. પૂર્વે ૬૬૦થી થયો એમ માનવામાં આવે છે. 2 શિન્જો ધર્મનું મહત્ત્વ આધ્યાત્મિક કરતાં સામાજિક અને રાજકીય દૃષ્ટિએ વિશેષ હોવાથી, ક્યારેક તેને રાષ્ટ્રીય ધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. શિન્તો એ મૂળ ચીની ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ “દેવોનો માર્ગ - દેવતાઈ માર્ગ એમ થાય છે. શિન્તો ધર્મનું જાપાનીઝ નામ કમી-નો-મીચી (kamino-Michi) છે. કમી એટલે ઈશ્વર અને મીચી એટલે માર્ગ૪ (kami=Gods; Michi=Way of Road). આમ, શિન્જો ધર્મમાં કમી ઈશ્વરનું મહત્ત્વ ખૂબ હોવાથી ક્લેરેન્સ હોલ્ટોન કહે છે કે, “શિન્તો એટલે કમી સાથે સંકળાયેલી નૈતિક માન્યતાઓ અને વિધિઓ.”૫ જાપાનમાં ઈ.સ. ૬૦૦થી તાઓ ધર્મ પ્રચલિત થયેલો. તે જ અરસામાં બૌદ્ધધર્મનું વર્ચસ પણ હતું, તે સમયના કેટલાક રાજાઓએ બૌદ્ધધર્મ પણ અંગીકાર કર્યો હતો. તાઓ ધર્મ અને બૌદ્ધ ધર્મ ઉપરાંત ચીનના કફ્યુશિયસ ધર્મની અસર પણ શિન્જો ધર્મ ઉપર જોવા મળે છે. આ રીતે અન્ય ધર્મોના પ્રભાવ હેઠળ આવવા છતાં શિન્જો ધર્મે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. આની સાથે સાથે એ હકીકત પણ નોંધપાત્ર છે કે, “રાજકીય વફાદારી મેળવવાની બાબત સિવાય શિન્તો ધર્મના ઇતિહાસમાં કોઈ દિવસ કોઈને નવો ચેલો બનાવવામાં આવ્યો નથી તેમ જ કોઈને ત્રાસ પણ આપવામાં આવ્યો નથી.” આ ધર્મના ગ્રંથો પ્રમાણે ઈશ્વરે જાપાનના બેટને ઉત્પન્ન કર્યો છે અને પહેલો જાપાનનો રાજા મિકાડો એ સ્વર્ગમાંના સૂર્યદેવતાનો પૃથ્વી ઉપરનો સાક્ષાત અવતાર હતો. “મારા પ્રતાપી પૌત્ર, તું ત્યાં જા અને તેના ઉપર રાજ્ય કર. જા ! અને તારો વંશ સુખી થાવ, અને આકાશ અને પૃથ્વીની માફક તે સદા-સર્વદા ચાલે.” નિહોન્-ગી 1 : 77 Page #244 -------------------------------------------------------------------------- ________________ શિન્જો ધર્મ 233 આમ, જાપાનની પ્રજાની એ ધાર્મિક માન્યતા છે કે પોતાનો દેશ અને રાજા દૈવી છે. ઈ.સ. ૧૮૮૯માં જાપાનનું નવું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે પણ આ માન્યતા પર ફરીથી ભાર મૂકવામાં આવ્યો છે. આ બંધારણના ઉદેશભાગમાં કહેવામાં આવ્યું છે કે, ““સનાતન કાળથી અવિચ્છિન્ન ચાલી આવેલી રાજગાદી ઉપર મિકાડો બેસે છે.” ઐતિહાસિક દૃષ્ટિએ વિચારીએ તો માલૂમ પડે છે કે જગતમાં જૂનામાં જૂના રાજવંશને શિત્તાધર્મે ધર્મનો મજબૂત આધાર આપેલો છે. 2. શિન્જો ધર્મના શાસ્ત્રગ્રંથો : શિન્જો ધર્મનો કોઈ આદ્યસ્થાપક નથી અને તેના કોઈ મૂળ શાસ્ત્રગ્રંથ પણ નથી, પરંતુ પાછળથી સંપાદિત કરવામાં આવેલા (1) કો-જી-કી અને (2) નિહોનુંગી નામના બે ગ્રંથોએ શિન્જો ધર્મના મુખ્ય શાસ્ત્રગ્રંથોનું સ્થાન મેળવેલું છે. આ બે ગ્રંથો ઉપરાંત (3) હેંગી-શિકિ અને (4) મેનિઓ શિઉની પણ શિન્જો ધર્મના શાસ્ત્રગ્રંથોમાં ગણના થાય છે. 1. કો-જી-કી (ko-Ji-k) : કો-જી-કીનો અર્થ થાય છે જૂની બાબતોનો ઇતિહાસ. આ ગ્રંથનું સંપાદન ઈ.સ. ૭૧૨માં થયું હતું. કો-જી-કીનો કર્તા ગ્રંથની પ્રસ્તાવનામાં લખે છે કે, “હું રાજ્યનો પાંચમા વર્ગનો સરદાર છું અને રાજાએ મને જૂના કાળના રાજાઓની વંશાવળી અને વચનામૃતો એકઠાં કરી યોગ્ય રીતે ગોઠવવાનું કામ સોંપ્યું છે.૧૨ જાપાનના સમ્રાટના અધિકારી યાસુમારોએ જાપાનના ગામડે ગામડે ફરીને બધી વિગતો એકઠી કરી અને કો-જી-કી નામનો ગ્રંથ તૈયાર કર્યો. આમ કો-જી-કીમાં જાપાનનો પ્રાચીન ઇતિહાસ આલેખાયેલો છે. 16 2. નિહોનું -ગી (Nihon-gi) : કો-જી-કીની પૂર્તિરૂપે ઈ.સ. ૭૨૦માં “નિહોન-ગી” નામના બીજા ગ્રંથનું સંપાદન થયું. 14 “નિહોન્ -ગી પરની ટીકામાં કહેવામાં આવ્યું છે કે આઠ વર્ષ પછી તે જ રાજાના હુકમથી એક રાજકુમારની સાથે મળીને કો-જી-કીના કર્તાએ બીજો ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથમાં ઘણી હકીકતો આપવામાં આવેલી છે તેથી તે પહેલા ગ્રંથ કરતાં મોટો છે. જૂની વસ્તુઓને સાચવી રાખવાનો રાજાનો જે હેતુ હતો તે જ પ્રમાણે આ ગ્રંથમાં વિષયોને ગોઠવવામાં આવ્યા છે.”૧૫ નિહોન્-ગીનો અર્થ “જાપાનનો ઇતિહાસ” એમ થાય છે. અને તેમાં જાપાનના ઇતિહાસની કથાઓનો સંગ્રહ કરવામાં આવેલો છે. 3. યેન્ગી-શિકિ૧૭ : આ ગ્રંથમાં યેન્ગી સમયના (ઈ.સ. 901-923) નિયમો આપવામાં આવ્યા છે અને તેનાં પચ્ચાસ પ્રકરણમાંથી પહેલાં દસ પ્રકરણમાં આ ધર્મનું જ્ઞાન મેળવવા Page #245 -------------------------------------------------------------------------- ________________ 234 જગતના વિદ્યમાન ધર્મો માટેની જૂની સાહિત્ય સામગ્રી માપવામાં આવી છે. તદુપરાંત જુદે જુદે પ્રસંગે કરવામાં આવતી પચ્ચીસ પ્રાર્થનાઓ આપવામાં આવેલી છે જેને “નોરી-તો” કહે છે. 18 4. મેનિઓ-શિલઃ આ ગ્રંથ દસ હજાર પત્ર સંગ્રહરૂપે છે. 19 પાંચથી આઠમા શતકના ગાળામાં જે કાવ્યો રચાયાં તેમાંનાં 449 કાવ્યોનો આ ગ્રંથમાં સંગ્રહ કરેલો છે. જાપાનના બેટની દિવ્ય ઉત્પત્તિ અને પ્રાચી, તિહાસને લગતી કથાઓ, ગીતો અને કાવ્યોનો સંગ્રહ આ ગ્રંથમાં કરવામાં આવેડ છે. કુદરતની શક્તિઓમાં રહેલો આનંદ તેમજ કુદરતનું ભયાનક સ્વરૂપ પણ તેમ વર્ણવવામાં આવ્યું છે. 20 3. તાત્ત્વિક સિદ્ધાંતો : શિન્જો ધર્મમાં સૂક્ષ્મ તાત્ત્વિક વિચારણા થયેલી નથી. આ ધર્મમાં જે તાત્ત્વિક માન્યતાઓનો સ્વીકાર કરવા આવેલો છે તેમજ સમજવા માટે નીચેની ત્રણ બાબતોની સ્પષ્ટતા કરવી જરૂરી દ : (1) કમીનું સ્વરૂપ (2) અનેકદેવવાદ (3) જાપાનની દેવી ઉત્પત્તિ (1) કમીનું સ્વરૂપ : શિન્જો ધર્મમાં પરમ તત્ત્વને “કમી' કહેવામાં આવે છે. શિન્જો ધર્મ ગ્રંથોમાં કમી'ના અર્થ વિશે જુદા જુદા સોળ અભિપ્રાયો આપવામાં આવ્યા છે, જેને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલા છે : (1) શુદ્ધ અથવા પવિત્ર (2) ઉત્તમ અથવા સર્વોચ્ચ (3) વિચિત્ર, ગૂઢ અથવા અલૌકિક આમ, “કમી' શબ્દ ઘણા વ્યાપક અર્થમાં પ્રયોજાયેલ છે. હોલ્ટન યથાર્થ કહે છે કે, “જાપાનની મૂળ ભાષામાં આટલા બધા અર્થોથી ભરેલો એક પણ શબ્દ નથી કે જેના વિશે જાપાની અને પરદેશી ભાષાન્તરકારોને ઘણી મુશ્કેલી પડી હોય.”૨૪ તેમ છતાં શિન્જો ધર્મના વિદ્વાન મોતૂરી જણાવે છે તેમ “કમી એ સમગ્ર વિશ્વનું પરમતત્ત્વ છે. આ પરમતત્ત્વની આ સૃષ્ટિમાં થતી ઝાંખી કે અભિવ્યક્તિને પણ “કમી કહેવામાં આવે છે. આ ખ્યાલની સ્પષ્ટતા કરતાં મોતૂરી લખે છે કે, એકલા મનુષ્યો જ નહિ પણ પક્ષીઓ, પશુઓ, છોડવાઓ અને વૃક્ષો, સમુદ્રો અને પર્વતો તથા અલૌકિક સામર્થ્ય કે જેને માટે માન ઊપજે અને જેનાથી ભય થાય તે બધા પદાર્થોનો “કમીમાં સમાવેશ કરવામાં આવેલ છે.”૨૫ Page #246 -------------------------------------------------------------------------- ________________ શિન્જો ધર્મ 235 (2) અનેકદેવવાદ : શિન્જો ધર્મ અનેકદેવવાદી છે. 26 દેવોની પત્તિ વિશે કો-જી-કી અને નિહોન-ગીમાં જણાવાયું છે કે, “જ્યારે બધો અંધકાર છે, ત્યારે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન થયાં અને ત્યાર પછી દેવો ઉત્પન્ન થાય . 2 આરંભમાં બે દેવો હતા. એક ઈઝનગી-નિમંત્રણ આપનાર પુરુષ અને બીજી ઝનમી-નિમંત્રણ આપનાર સ્ત્રી, આ બંનેએ મળી જે પ્રજા ઉત્પન્ન કરી તે બધા જ દેવો થયા.૨૮ દેવોની સંખ્યા વિશે નિહોન -ગીમાં એંશી અયુત (કરોડ)નો ઉલ્લેખ છે જ્યારે કો-જી-કીમાં આઠસો અયુત (કરોડ)નો ઉલ્લેખ છે. 29 આ બધા દેવોમાં પ્રકૃતિના દેવો તરીકે (1) અમતેરસુ = સૂર્યદેવી (2) સુકિયોમી = ચંદ્રદેવ (3) કગસેવો = તારાદેવ (4) ઓહોન-મોચિ = પૃથ્વીદેવ (5) સુસ-નો-વો = પર્જન્યદેવ અને (6) ત-કીરી-બિમ = ધુમ્મસદેવી૩૦ વગેરે દેવો જાપાનની પ્રજાના આદરણીય દેવો છે. નિહોનુ-ગી અને કો-જીકીમાં જણાવ્યા પ્રમાણે અમને રસુ અને સુકિયોમી એ બે દેવોને આકાશમાં રાજ્ય કરવાના આદેશો મળેલા છે જેમ કે, અમતેરસુ-સૂર્યદવી માટે કહેવાયું છે કે ““હે મહાદેવી, તું ઊંચે આકાશમાં રાજ્ય કર.”૩૧ અને સુકિયોમી-ચંદ્રદેવ માટે કહેવાયું છે કે ““હે દેવ, તમે રાત્રીનું રાજ્ય કરો.૩૨ શિન્તો ધર્મના અનેક દેવોમાં અમતેરસુ-સૂર્યદેવીનું મહત્ત્વ સૌથી વિશેષ છે. જાપાનમાં “ઈસે' નામનું પવિત્ર ધાર્મિક સ્થળ આવેલું છે. તેમાં અમતેરસુ-સૂર્યદેવીના માનમાં એક મંદિર બાંધવામાં આવેલું છે અને તેમાં અમતેરસુ-સૂર્યદેવીની પૂજા ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. જાપાનની પ્રજા અને સરકાર તરફથી થતી આ પૂજામાં સૌ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. જાપાનના રાષ્ટ્રધ્વજ ઉપર પણ આ અમરસુ-સૂર્યદવીનું પ્રતીક જોવા મળે છે.૩૩ અમતેરસુનું આ મહત્ત્વ અનેક દેવવાદમાંથી એકદેવવાદી અભિગમનું સૂચક જણાય છે. (3) જાપાનની દૈવી ઉત્પત્તિ : કો-જી-કીમાં જાપાનની દેવી ઉત્પત્તિ અંગે એક કથા પ્રચલિત છે તે મુજબ, આરંભમાં આકાશ અને પૃથ્વી બંને એકરૂપ હતાં અને ત્યારે બધે અંધકાર હતો. આ અંધકાર દૂર થતાં અનેક દેવોએ દેખા દીધી અને પાછા અદશ્ય થઈ ગયા. અંતે માત્ર બે જ દેવો આવ્યા. આ બે દેવો તે ઇઝનગી અને ઈઝનમી : (આમંત્રણ આપનાર પુરુષ અને આમંત્રણ આપનાર સ્ત્રી) આ બંને આકાશના તરતા પુલ (મેઘધનુષ) ઉપર Page #247 -------------------------------------------------------------------------- ________________ 236 જગતના વિદ્યમાન ધર્મો ઊભા રહી વિચારવા લાગ્યા છે. આની નીચે કોઈ દેશ નથી? એમ કહી રત્નજડિત ભાલો નીચે ખોસ્યો અને જોયું તો સમુદ્ર જણાયો. પછી ભાલો ઉપાડ્યો તો તેના છેડેથી સમુદ્રજળનાં ટપકાં પડ્યાં જે ઠરીને જાપાનના ટાપુઓ થયા.૩૪ આમ, જાપાનની પ્રજા માને છે કે જાપાનદેશ ઈશ્વરે સર્જેલો છે અને તેના પર રાજય કરનારા રાજાઓ પણ દૈવી અંશો છે. 4. નૈતિક સિદ્ધાંતો : શિન્જો ધર્મમાં નૈતિકતા અંગે કોઈ તાત્ત્વિક કે સૈદ્ધાંતિક વિચારણા જોવા મળતી નથી. મોતૂરી યથાર્થ લખે છે કે જાપાનીઓ આચારમાં નૈતિક નિયમો પાળતા હતા તેથી તેમને નૈતિક સિદ્ધાંતોની જરૂર ન હતી.૩પ શિન્જો ધર્મમાં જે નૈતિક નિયમોના પાલનનો આગ્રહ રાખવામાં આવ્યો છે તેમાં પવિત્રતા અને વફાદારીને લગતા નિયમો મુખ્ય છે. આ ઉપરાંત અન્ય નૈતિક આદેશો તો પણ શિત્તો નીતિમાં સમાવેશ થાય છે. (1) પવિત્રતા : પવિત્રતા એ શિન્જો ધર્મની નૈતિકતાનો પાયો છે. પવિત્રતા દ્વારા જ દિવ્યતત્ત્વ સાથે સાયુજ્ય સ્થાપી શકાય છે. શિન્જો ધર્મમાં કહેવાયું છે કે, “આ જગતની સર્વવસ્તુઓનો ત્યાગ કરી, સ્વચ્છ શરીર અને પવિત્ર હૃદયથી દરરોજ તમે મારી તરફ આવો.” જાપાનનો રાજા મિકાડો પણ સમસ્ત દેશની શુદ્ધિ-પવિત્રતા માટે તથા પ્રજાનાં પાપ, ચોરી, વ્યભિચાર, મારામારી વગેરેથી થયેલા અપરાધોના પ્રાયશ્ચિત રૂપે દર છ મહિને સંસ્કાર વિધિ યોજે છે. શિન્જો ધર્મની સંસ્કારવિધિઓમાં સૌથી વધારે અગત્યની વિધિ ““ઓહો-હરહી” (પરમ પવિત્રતા)ની છે.૩૬ પવિત્રતા બાહ્ય અને આંતરિક એમ બે પ્રકારે કેળવવાની છે. બાહ્યશુદ્ધિ એટલે શરીરને સ્નાનાદિ ક્રિયાથી શુદ્ધ કરવું તે. દેવોની પૂજા કે ધાર્મિક વિધિ કરતાં પૂર્વે દેહશુદ્ધિનો આ ધર્મમાં ખૂબ આગ્રહ રાખવામાં આવ્યો છે. કો-જી-કી અને નિહોન્-ગીમાં કહેવાયું છે કે, “ઈઝનગી દેવ પણ દેહની શુદ્ધિ અર્થે જળથી સ્નાન કરતા.” આંતરશુદ્ધિ એટલે હૃદયની કે મનની પવિત્રતા : હૃદયની શુદ્ધિ વગરની બાહ્યશુદ્ધિ એ ખરી પવિત્રતા નથી. શિન્તીધર્મની એ સ્પષ્ટ માન્યતા છે કે પવિત્ર જળથી સ્નાન કરવું એ બાહ્ય શોચ છે પરંતુ શરીર અને મન બંને પવિત્ર રાખવાથી જ આપણો આત્મા ઈશ્વર સાથે ઐક્ય અનુભવી શકે છે. (2) વફાદારી : શિન્જો નીતિમીમાંસામાં વફાદારીના સિદ્ધાંતનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. જાપાનની પ્રજા માને છે કે મિકાડો એ દેવી રાજા છે. તેથી તેના પ્રત્યે વફાદારી રાખવી Page #248 -------------------------------------------------------------------------- ________________ શિન્જો ધર્મ 237 એ મહત્ત્વનો નૈતિક નિયમ છે. આથી પોતાના રાજ્ય અને રાષ્ટ્ર પરત્વે ઊંડો આદર અને નિષ્ઠાપૂર્વકની વફાદારી જાપાનની પ્રજાના લોહીમાં વણાઈ ગયાં છે. નિહોન-ગીમાં લખ્યું છે કે, “આઠ દ્વિપોની ભૂમિ ઉપર સાક્ષાત દેવ તરીકે જે રાજા રાજ્ય કરે છે તે નામદારને હું આનંદ અને માનની લાગણી સાથે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું.”૩૭ (ર : 217) જાપાનના રાજયબંધારણમાં પણ મિકાડો પ્રત્યેના આદરને વણી લેવામાં આવેલ છે. જેમકે, નિયમ-૧. અનાદિકાળથી જેમનો વંશ અવિચ્છિન્ન ચાલી આવ્યો છે તે રાજાઓ જાપાનનું રાજ્ય કરશે. નિયમ-૨. રાજા એ પવિત્ર પદાર્થ છે અને તેથી તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું નહિ. ઈ.સ. ૧૮૯૦માં કેળવણીને લગતા હુકમો કાઢવામાં આવેલા તેમાં પણ દર્શાવાયું હતું કે, “જાપાનનું વંશપરંપરાનું જે એક રાજશાસન ચાલે છે તેના તરફ અપૂર્વ માન અને વફાદારી રાખવા અને તેની સત્તા માટે કોઈ જાતની શંકા ઉઠાવવી નહિ.૩૮ (3) અન્ય નૈતિક આદેશો : અન્ય નૈતિક આદેશોમાં સત્ય, અક્રોધ વગેરે સગુણોનો મહિમા થયેલો જોવા મળે છે. દા.ત. નિહોન્.-ગી 1 : ૩૧૭માં કહેવાયું છે કે, “જે સત્ય બોલે છે તેને ઈજા થતી નથી. જે જૂઠો છે તેને અવશ્ય ભોગવવું પડે છે.”૩૯ તે જ રીતે 2 : ૧૩૮૧૩૧માં જણાવાયું છે કે, “જે ખરાબ છે તેની નિંદા કરો. જે સારું છે તેને ઉત્તેજના આપો. આંખો લાલચોળ થવા દેશો નહિ. કોઈની ઈર્ષા કરશો નહિ.”૪૦ આ ઉપરાંત સદાચારને લગતા નીચેના દસ નિયમોને શિત્તો ધર્મના સર્વસામાન્ય નૈતિક નિયમો તરીકે સ્વીકારવામાં આવ્યા છે : (1) દેવોની ઇચ્છાનું ઉલ્લંઘન કરશો નહિ. (2) પૂર્વજો પ્રત્યેનું ઋણ ભૂલશો નહિ. (3) રાજ્યની આજ્ઞાના ભંગનો અપરાધ કરશો નહિ. (4) જેને કારણે આપત્તિ અને દુર્ભાગ્ય અટકે છે તથા માંદગીમાંથી સાજા થવાય છે તે દેવોની ગહન કૃપા અને સારાપણાને ભૂલશો નહિ. (5) સમગ્ર વિશ્વ એક કુટુંબ છે તે ભૂલશો નહિ. (6) તમારી પોતાની વ્યક્તિગત મર્યાદાઓ ભૂલશો નહિ. Page #249 -------------------------------------------------------------------------- ________________ 238 જગતના વિદ્યમાન ધર્મો (7) બીજાઓ ગુસ્સે થાય તો પણ તમે ગુસ્સે થશો નહિ. (8) તમારા કામમાં આળસ કરશો નહિ. (9) શિક્ષણને ઠપકો મળે તેવું કરશો નહિ. (10) અન્યની શિખામણથી દોરવાઈ જશો નહિ.૪૧ શિન્જો ધર્મમાં દર્પણ, તલવાર અને મોતીની માળાની પૂજા કરવામાં આવે છે. આ પ્રતીકોનું જે નૈતિક મહત્ત્વ છે તેને નીચેની રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે : (1) દર્પણને-પવિત્રતા, નીતિમત્તા, પ્રામાણિકતા અને ડહાપણના સદ્ગણોનું સૂચક ગણવામાં આવ્યું છે. (2) તલવારને બહાદુરી, વિચક્ષણતા, દૃઢતા અને ન્યાયના સદગુણોની સૂચક ગણવામાં આવેલ છે અને (3) મોતીની માળાને-પરોપકાર, સજ્જનતા, આજ્ઞાંકિતપણું અને આકર્ષણ (પ્રેમ)ના સદ્ગણોની સૂચક ગણવામાં આવેલ છે.* પ. ભક્તિભાવના અને તેની અભિવ્યક્તિ : શિન્જો ધર્મની ભક્તિભાવના અને તેની અભિવ્યક્તિનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે નીચેની ચાર બાબતોનો ધ્યાનમાં લેવા યોગ્ય છે : (1) ઐહિક સુખો માટેની પ્રાર્થનાઓ (2) અમરસુ-સૂર્યદેવી અને અન્ય દેવપૂજા (3) મિકાડો પૂજા (4) કેટલાક ઉત્સવો (1) ઐહિક સુખો માટેની પ્રાર્થનાઓ : શિન્ત શાસ્ત્રગ્રંથ યેન્ગી-શિકિમાં આવતી “નોરી-તો” નામની પચ્ચીસ પ્રાર્થનાઓમાં દેવો પ્રત્યેની ભક્તિભાવનાના દર્શન થાય છે. 43 આ પ્રાર્થનાઓમાં અનેક જાતની માગણીઓ કરવામાં આવે છે. જેમકે, “દુષ્કાળના વખતમાં વરસાદની-સારા પાકની, ધરતીકંપ અને દાવાનળમાંથી રક્ષણ કરવાની, છોકરાંની, રાજાના આરોગ્ય અને દીર્ધાયુષ્યની અને રાજ્યમાં સદાય શાંતિ અને સુખ રહે તેની, પરદેશમાં ગયેલા તેના એલચીઓની સહી–સલામતીની, બળવાની શાંતિની, ચડાઈને દૂર કરવાની, રાજસેનાને વિજય મળે તેની અને આખા રાજ્યને સામાન્ય રીતે સુખ મળે તેની.”આજે પણ શિત્તાધર્મમાં દેવોને જે પ્રાર્થનાઓ કરવામાં આવે છે તેમાં ઘણે ભાગે ઐહિક સુખોની જ વાત હોય છે. કેપ (2) અમરસુ-સૂર્યદેવી અને અન્ય દેવપૂજા : શિન્તો દેવસૃષ્ટિમાં અમતેરસુ-સૂર્યદેવની પૂજાનું મહત્ત્વ સર્વાધિક છે. ઈસે નામના ધાર્મિક સ્થળે સૂર્યદિવીના માનમાં એક મંદિર બાંધવામાં આવ્યું છે અને ત્યાં Page #250 -------------------------------------------------------------------------- ________________ શિન્જો ધર્મ 239 પ્રજા અને સરકાર તરફથી દર વર્ષે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે ઉત્સવરૂપે માનવામાં આવે છે. આ પૂજા, અમુક પ્રકારે કરવી એ વિશે ધર્મગ્રંથોમાં નિયમો આપવામાં આવેલા છે. આ મંદિરમાં પૂજારી તરીકે જાપાનની રાજકન્યા જ સેવા બજાવી શકે એવી પ્રથા પરંપરાગત રીતે ચાલી આવે છે. (કો-જી-કી 174186) આ મંદિરના મધ્યભાગમાં એક દર્પણ રાખવામાં આવેલું છે. જાપાનની પ્રજા માને છે કે આ દર્પણ-સૂર્યદવી-અમતેરસુએ પ્રથમ મિકાડોને આપ્યું હતું અને કહ્યું હતું કે, “આ દર્પણમાં, મારો જ આત્મા વસે છે, એમ માનીને તેની પૂજા કરજો (કો-જી-કી 109). નિહોનુ-ગી 1 : ૮૩માં પણ કહેવાયું છે કે, “અમતેરસુએ પોતાના હાથમાં તે દર્પણ લીધું અને કહ્યું કે, મારા બાળ, તું જ્યારે દર્પણમાં જુએ ત્યારે, તું જાણે મારી સમક્ષ જુએ છે એમ હું માનીશ. આ પવિત્ર દર્પણ તારી પાસે ' રાખ.” જાપાનની પ્રજા માને છે કે આ દર્પણની પૂજા એટલે સૂર્યદેવી-અમતેરસુની પૂજા, સૂર્યદેવના મંદિરમાં દર્પણ ઉપરાંત તલવાર અને મોતીની માળાનો સમાવેશ પણ થાય છે. ઈસમાં આવેલા સૂર્યદેવના મંદિરમાં થતી પૂજા ઉપરાંત દરેક ગામમાં રસ્તાની બાજુએ આવેલાં અનેક મંદિરોમાં અને આખા જાપાનનાં લગભગ બધાં સુંદર સ્થળોએ શિન્જો ધર્મની પૂજાનો કેટલોક પ્રકાર જોવામાં આવે છે. આ મંદિરોમાં જે ખરેખરી પૂજા થાય છે તે લગભગ વ્યક્તિઓ જ કરે છે, માણસોના સંઘ નહિ. જેમ શ્રેષ્ઠ પુરુષ આગળ આદરભાવથી નમીએ છીએ એ પ્રમાણે પૂજાને અંગે પણ વિધિસર પ્રણામ કરવા પડે છે. કેટલીક વાર આદરભાવ દર્શાવવા માટે મૌન રાખીને, બે હાથ જોડવાનો રિવાજ પણ છે. શિન્જો ધર્મની પૂજામાં દેવોને દ્રવ્યની આહુતિઓ પણ આપવામાં આવે છે.”૪૭ (3) મિકાડો પૂજા : મિકાડો દેવનો અવતાર છે, તેમની સત્તા પણ દેવના જેવી છે એ માન્યતા જાપાનની પ્રજા ઘણી ખુશી અને નમ્રતાથી સ્વીકારે છે. આથી દર વર્ષે નિકાડોના જન્મ દિવસે દરેક કેળવણીની સંસ્થામાં સરકારી હુકમને માન આપીને એક પવિત્ર ઉત્સવ મનાવવામાં આવે છે અને તે વખતે સ્વદેશાભિમાનની ભાવનાને પોષણ આપી રાજાના ચિત્રને નમસ્કાર કરવામાં આવે છે. (4) કેટલાક ઉત્સવો : શિન્જો ધર્મના મહત્ત્વના ઉત્સવોમાં “જિનેન-સાઈ” અને “શિન-જો-સાઈ” એ બે ઉત્સવો વિશેષ મહત્ત્વના છે.૪૮ આ ઉત્સવો વખતે મંદિરો તથા ઘરોને શણગારવામાં આવે છે તથા દેવ-દેવીઓને નૈવેદ્યરૂપે નવું ધાન્ય ધરાવવામાં આવે છે, તેમજ સારા પાક અને સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરવામાં આવે છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ 240 જગતના વિદ્યમાન ધર્મો આ ઉપરાંત જાપાનીઓ યુદ્ધ-દેવોત્સવ પણ ઊજવે છે. આ ઉત્સવ વખતે બુશીદો (વીરપુરુષનો માર્ગ)નો મહિમા કરવા માટે જાપાનના વીરપુરુષોનું સ્મરણ કરવામાં આવે છે તેમ જ તે વખતે વિવિધ રમતગમતોનું આયોજન કરવામાં આવે છે. 6. વૈરાગ્યભાવના અને તેની અભિવ્યક્તિ H શિન્જોધર્મમાં સ્વર્ગ-નરક તેમ જ મોક્ષનો ખ્યાલ જોવા મળતો નથી અને તેથી આત્મસાક્ષાત્કાર જેવી પારલૌકિક બાબતોને આ ધર્મે મહત્ત્વ આપ્યું નથી. શિન્જો ધર્મ ખાસ કરીને રાષ્ટ્રીય ધર્મરૂપે વિકાસ પામ્યો હોવાથી, પ્રજાકીય અને રાષ્ટ્રીય સુખસંપત્તિ અને તે માટે જરૂરી સદાચારનો જ તેમાં આગ્રહ રાખવામાં આવ્યો છે. દેવો પાસે પણ ઐહિક સુખની જ માગણીઓ કરવામાં આવી છે. આથી શિત્તાધર્મમાં વૈરાગ્યની ભાવનાનાં સ્પષ્ટ દર્શન થતાં નથી. તેમ છતાં પ્રજા અને રાષ્ટ્રના કલ્યાણના પાયામાં ધર્મ રહેલો છે એમ શિન્જો ધર્મ સ્વીકારે છે અને તેથી જ શિન્જો ધર્મ પવિત્રતા, વફાદારી તેમજ અન્ય નૈતિક સગુણોનો આગ્રહ રાખે છે. આ સદ્ગણો સ્વાર્થપરક વ્યવહારમાં ક્યારેક શક્ય નથી. આમ સ્વાર્થત્યાગમાં રહેલી વૈરાગ્યભાવનાનું શિન્જોધર્મમાં સ્થાન છે. નિહોન્.-ગી (2; ૧૩૦-૧૩૧)માં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે, “લોભવૃત્તિનો ત્યાગ કરો; વધુ પ્રમાણમાં ખાવાનું છોડી દો.”૪૯ 7. ઉપસંહાર : શિન્જોધર્મમાં ધર્મ અને રાષ્ટ્રભક્તિ એ બંનેનો સમન્વય જોવા મળે છે. આથી કેવળ આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારતાં તેમાં કદાચ ત્રુટીઓ જણાય પરંતુ ધર્મને જો સમાજઘડતરનું અંગ ગણવામાં આવે તો શિન્જો ધર્મ એ એક મહત્ત્વનો ધર્મ છે, કારણ કે તેણે જાપાનની પ્રજામાં વિકાસમાં ઘણો મોટો ફાળો આપ્યો છે. દેશપ્રેમ, પવિત્રતા, પ્રામાણિકતા અને નિષ્ઠા જેવા સદ્ગુણોનો જે આગ્રહ જાપાનની પ્રજામાં જોવા મળે છે તે અદ્વિતીય છે અને તે શિત્તાધર્મને જ આભારી છે. આ દૃષ્ટિએ શિન્જો ધર્મનું જગતના વિદ્યમાન ધર્મોમાં વિશિષ્ટ સ્થાન છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ શિન્જો ધર્મ 241 સંદર્ભસૂચિ Gundry D. W.; Religions, P. 90 2. ગો. હ. ભટ્ટ; વિશ્વના ધર્મો, પૃ. 142 3. આ. બા. ધ્રુવ; ધર્મવર્ણન, પૃ. 263 Edward J. Jurji; The Great Religions of the Modern World, P. 146. Ibid P. 989 6. ગો. હ. ભટ્ટ; જગતના વિદ્યમાન ધર્મો, પૃ. 219 9. Frederic Spiegelberg; Living Religions of the World, P. 34EUR. c. Genchi Kato; A Study of Shinto; The Religion of the Japanese nation, P. 206-207. E. Gundry D. W.; op. cit., P. 90. 90. R. E. Hume; The World's Living Religions, P. 942 11. ગો. હ. ભટ્ટ; જગતના વિદ્યમાન ધર્મો, પૃ. 219 12. એજન, પૃ. 220 93. Frederic S.; op. cit., P. 348 14. Ibid, P. 354 94. Hume R. E.; op. cit., P. 944 95. Frederic S.; op. cit., P. 348 17. ગો. હ. ભટ્ટ : જગતના વિદ્યમાન ધર્મો, પૃ. 221 18. Hume R. E.; op. cit., P 155. 19. Ibid, P155 20. ગો. હ. ભટ્ટ, જગતના વિદ્યમાન ધર્મો, પૃ. 122 ર૧. Gundry D. W.;, op. cit., P. 71-72 32. Jurji E. J.; op. cit., P. 989 Page #253 -------------------------------------------------------------------------- ________________ 242 જગતના વિદ્યમાન ધર્મો 23. Hume R. E.; op. cit., P. 94EUR 24. દેસાઈ બી.જી.; ધર્મોનું તુલનાત્મક અધ્યયન, પૃ. ૨પર 25. ગો. હ. ભટ્ટ; જગતના વિદ્યમાન ધર્મો, પૃ. 145 25. Gundry D. W.; op. cit., P. 90. 27. દેસાઈ બી. જી., ધર્મોનું તુલનાત્મક અધ્યયન, પૃ. ૨પર 26. Archer John Clark; Faiths Men Live By, P. 943 29. Hume R. E.; op. cit., P. 157 30. ગો. હ. ભટ્ટ; જગતના વિદ્યમાન ધર્મો, પૃ. 227 31. એજન, પૃ. 227 32. એજન, પૃ. 227 33. Gundry D. W., op. cit., P. 99 34. આ. બા. ધ્રુવ; ધર્મવર્ણન, પૃ. 263 34. Gendry D. W., op. cit., P. 92 36. ગો. હ. ભટ્ટ; જગતના વિદ્યમાન ધર્મો, પૃ. 239-242. 37. એજન, પૃ. 229 38. એજન, પૃ. 230 39. એજન, પૃ. 241 40. એજન, પૃ. 241 89. Champion S. C.; The Eleven Religions and Their Proverbial Lore, P. 240 42. Archer J. C; op. cit, P. 149-150. 43. ગો. હ. ભટ્ટ; જગતના વિદ્યમાન ધર્મો, પૃ. 236 44. એજન, પૃ. 237 45. એજન, પૃ. 237 46. એજન, પૃ. 238 47. એજન, પૃ. 234-235 48. જગતના મુખ્ય ધર્મો, ભા. 2 પૃ., 111 49. ગો. હ. ભટ્ટ; જગતના વિદ્યમાન ધર્મો, પૃ. 241. Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૬ ધર્મોનું તુલનાત્મક અધ્યયન - જયેન્દ્રકુમાર યાજ્ઞિક પ્રાસ્તાવિક : આ પુસ્તકના પહેલા પ્રકરણમાં આપણે એ હકીક્તનો નિર્દેશ કર્યો છે કે ધર્મ એ માણસજાતની વિશેષતા છે, અને તેથી માનવજાતિઓના સાંસ્કૃતિક ઈતિહાસમાં તેમજ કોઈ પણ દેશ અને કાળના માનવસમાજમાં ધર્મનું સ્થાન ઘણું મહત્ત્વપૂર્ણ છે. આ પછી બીજા પ્રકરણમાં આપણે એ મુદ્દાની સ્પષ્ટતા કરી છે કે ધર્મનું મૂળ સ્વરૂપ એક હોવા છતાં જુદા જુદા સંયોગો અને જુદી જુદી રુચિના માણસોને અનુલક્ષીને ધાર્મિક જીવનના અંગરૂપ જ્ઞાન, ભક્તિ, નીતિ અને વૈરાગનો વિચાર જુદી જુદી રીતે કરવામાં આવે છે અને એ રીતે “ધર્મ એક હોવા છતાં અનેક “પંથો', “અનુગમો' કે ધર્મો અસ્તિત્વમાં આવે છે. આ રીતે અસ્તિત્વમાં આવેલા અનેક ધર્મોમાંના જગતના મુખ્ય ધર્મો (જગતના વિદ્યમાન અગિયાર ધર્મો)નો આપણે અભ્યાસ કર્યો છે. પ્રત્યેક ધર્મનો પરિચય મેળવતી વખતે આપણે તેના 1. તાત્ત્વિક સિદ્ધાંતો, 2. નૈતિક સિદ્ધાંતો, 3. ભક્તિભાવના અને 4. વૈરાગ્યભાવનાને સમજવાનો યત્ન કર્યો છે. આ પ્રકરણમાં આપણે આ ચાર બાબતોને અનુલક્ષીને વિવિધ ધર્મોની મહત્ત્વપૂર્ણ માન્યતાઓની તુલના કરવાનો યત્ન કરીશું. 1. તાત્ત્વિક સિદ્ધાંતો : 1. શાસ્ત્રગ્રંથોની પવિત્રતા, પ્રમાણભૂતતા અને દિવ્યતા : આપણે જાણીએ છીએ કે જગતના વિદ્યમાન અગિયાર ધર્મોમાંના પ્રત્યેકમાં અમુક ધર્મગ્રંથ કે ધર્મગ્રંથોને પવિત્ર અને પ્રમાણભૂત માનવામાં આવે છે. આ દરેક ધર્મ પોતપોતાના શાસ્ત્રગ્રંથને એક યા બીજા અર્થમાં અલૌકિક કે દિવ્ય પણ માને છે. હિંદુ ધર્મ, ઇસ્લામ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ તો અનુક્રમે વેદ, કુરાન અને બાઈબલને ખુદ ઈશ્વરપ્રેરિત જ માને છે. કોઈ પણ ધર્મ પોતાના શાસ્ત્રને ઈશ્વરરચિત કે ઈશ્વરપ્રેરિત માને તેમાં કશું ખોટું તો નથી જ. એથી ઊલટું, આવી માન્યતાને લીધે ધાર્મિક શ્રદ્ધા બળવત્તર બને છે અને આધ્યાત્મિક વિકાસને ઘણો વેગ મળે છે. આ માન્યતા અંગેની મુશ્કેલી ત્યારે Page #255 -------------------------------------------------------------------------- ________________ 244 જગતના વિદ્યમાન ધર્મો જ ઊભી થાય છે કે જયારે એક ધર્મના અનુયાયી પોતાના સિવાયના કોઈ પણ ધર્મનું શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત નથી એમ પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કરે છે. જો ઈશ્વર એક જ હોય તો એ એકનો એક ઈશ્વર જ હિંદુઓને, મુસલમાનોને અને ખ્રિસ્તીઓને તેમના આધ્યાત્મિક વિકાસ માટે જરૂરી હોય તેવી પ્રેરણાવાળું શાસ્ત્ર તેમને આપે, એ સર્વ જીવોનું હિત ચાહનારા અને સર્વ શક્તિમાન ઈશ્વર માટે તદ્દન સ્વાભાવિક છે. આમ, તમામ ધર્મોનાં શાસ્ત્રોને ઈશ્વરપ્રેરિત માનવા એ જ એકેશ્વરવાદી દષ્ટિ સાથે સુસંગત છે. આથી જ વેદને ઈશ્વરપ્રેરિત માનનારા એક ચુસ્ત હિંદુની હેસિયતથી ગાંધીજીએ લખ્યું છે : “કુરાનને ઈશ્વરપ્રેરિત માનતાં હું નથી અચકાતો, જેમ બાઈબલ, છંદ અવેસ્તા, ગ્રંથસાહેબ અને બીજાં નિર્મળ શાસ્ત્રોને ઈશ્વરપ્રેરિત માનતા હું નથી અચકાતો. આમ, બધા ધર્મોના નિર્મળ શાસ્ત્રગ્રંથોને ઈશ્વરપ્રેરિત માનીને તેમાંથી પોતાના આધ્યાત્મિક વિકાસ માટે પ્રેરણા મેળવવી એ દરેક ધર્મપ્રેમી માણસનું કર્તવ્ય બની રહે છે.” આ દૃષ્ટિએ જોતાં ગાંધીજી કહે છે તેમ “આપણે બધા મુસલમાન છીએ; તેમજ આપણા બધા હિંદુ અને ખ્રિસ્તી પણ છીએ. સત્ય એ કોઈ પણ એક ધર્મગ્રંથની એકાંતિક સંપત્તિ નથી.” 2. ઈશ્વરવાદ અને એકેશ્વરવાદ : જગતના મોટા ભાગના ધર્મો ઈશ્વરવાદી છે. અર્થાત તેમાં ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જગતના તમામ ધર્મો પૈકી ફક્ત જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એ બે જ ધર્મો એવા છે કે જેમાં સૈદ્ધાંતિક રીતે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. જોકે જૈન ધર્મમાં મહાવીર સ્વામી અને બીજા તીર્થકરોની અને બૌદ્ધ ધર્મમાં ગૌતમ બુદ્ધની ઈશ્વરની પેઠે જે પૂજાઆરાધના કરવામાં આવે છે. આમ, પરિપૂર્ણ ઈશ્વર કે પરિપૂર્ણ દૈવી પુરુષના અસ્તિત્વનો સ્વીકાર કરીને તેની આરાધના કરવી એ ધર્મ માત્રની એક વ્યાપક લાક્ષણિકતા છે. ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરનારા ધર્મો માટે ઈશ્વરની સંખ્યાનો પ્રશ્ન મહત્ત્વનો બને છે. ઈશ્વર એક છે કે અનેક ? એ પ્રશ્નનો વિકસિત ધાર્મિક ચેતના તરફથી મળતો જવાબ એ છે કે ઈશ્વર એક અને અદ્વિતીય છે. ઈશ્વરને એક અને અદ્વિતીય માનનાર એકેશ્વરવાદી કહેવાય છે. એકેશ્વરવાદનો એકદમ જોરદાર આગ્રહ રાખવા માટે ઇસ્લામ ધર્મ સૌથી વધારે વિખ્યાત છે. યહૂદી, ખ્રિસ્તી અને શીખ ધર્મમાં પણ એકેશ્વરવાદ સ્પષ્ટ છે. હિંદુ, જરથોસ્તી, તાઓ અને શિન્જો ધર્મમાં ઉપરછલ્લી રીતે જોતાં અનેકદેવવાદ જોવા મળે છે. પરંતુ ઊંડાણથી વિચારતાં આ ધર્મો પણ એકેશ્વરવાદી જ છે એ વાતની પ્રતીતિ થાય છે. હિંદુ ધર્મશાસ્ત્રો વારંવાર એ જ વાત કરે છે કે પરમાત્મા એક જ છે અને જુદા જુદા માણસો પોતપોતાની રુચિ પ્રમાણે તેનાં વિવિધ નામો આપે છે અને તેનાં વિવિધ રૂપો કહ્યું છે. આમ, હિંદુ ધર્મની ‘ત્રિમૂર્તિ', Page #256 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 245 પંચાયતન” વગેરેને લગતી કલ્પનામાં અનેક દેવવાદનું નહિ, પણ એક જ ઈશ્વરને અનેક રીતે આરાધવાના સ્વાતંત્ર્યનું જ પ્રતિબિંબ પડે છે. એ જ રીતે જરથોસ્તી ધર્મમાં અહુરમઝદ'ના, તાઓ ધર્મમાં “તાઓ'ના અને શિન્જો ધર્મમાં “કમી'ના સ્વરૂપનું જે વર્ણન છે તેનો તાત્ત્વિક દૃષ્ટિએ વિચાર કરતાં એમ સ્પષ્ટ થાય છે કે આ ધર્મો પણ અંતિમ તત્ત્વ તરીકે એક જ ઈશ્વરનો સ્વીકાર કરનારા એકેશ્વરવાદી ધર્મો છે. આમ, આપણે જોઈએ છીએ કે માણસની વિકસિત ધાર્મિક ચેતના અનેકદેવવાદને ત્યજીને એકેશ્વરવાદનું સમર્થન કરે છે. 3. દેવી અવતરણ અંગેની માન્યતા : ઈશ્વર આ જગતનો સર્જક છે એટલું જ નહિ, પણ આ જગત અને ખાસ કરીને આ જગતમાં વસતા મનુષ્યો સાથે તેને ઘનિષ્ઠ જીવંત સંબંધ છે એવી માન્યતા બધા ઈશ્વરવાદી ધર્મોમાં જોવા મળે છે. જગત સાથેના પોતાના ઘનિષ્ઠ જીવંત સંબંધને લીધે ઈશ્વર ક્યારેક જગતમાં અવતાર ધારણ કરે છે અથવા તો પોતાની કોઈ પયગંબરને આ પૃથ્વી પર મોકલે છે એવી માન્યતા હિંદુ, જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મમાં છે. હિંદુ ધર્મની માન્યતા એવી છે કે આ જગતમાં જ્યારે જ્યારે ધર્મસંસ્થાપનની જરૂર પડે છે ત્યારે ત્યારે ઈશ્વર પોતે અવતાર ધારણ કરે છે. હિંદુ શાસ્ત્રો સ્પષ્ટ રીતે કહે છે કે ઈશ્વરના અનેક અવતારો અનેક સ્થળે અને અનેક સ્વરૂપે થયા છે તેમજ થયા કરશે. જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મમાં ઈશ્વર પોતે અવતાર ધારણ કરે છે એવી માન્યતા નથી, પણ ઈશ્વર કોઈ દૈવી ઉદ્ધારકને પૃથ્વી પર મોકલે છે એવી માન્યતા છે. આ માન્યતાની સમજૂતી આપતાં પ્રો. દાવર લખે છે : “ઈશ્વરનો એક સર્વમાન્ય નિયમ છે કે જ્યારે જગત ઉપર જુલમ, અનીતિ, અધર્મ અને અન્યાયનું રાજ્ય ફેલાય છે ત્યારે કોઈ પયગમ્બર કે મહાત્મા આવી સત્ય, પ્રેમ, અહિંસા વગેરે તરફ લોકોનું ફરીથી લક્ષ દોરે છે.”૩ આ માન્યતાને અનુસરીને જરથોસ્તીઓ અષો જરથુષ્ટ્રને “અહુરમઝદ'ના પયગમ્બર માને છે. એ જ રીતે ખ્રિસ્તી ધર્મમાં ઈસુને ઈશ્વરના પુત્ર અને ઇસ્લામ ધર્મમાં મહંમદને અલ્લાહના પયગમ્બર માનવામાં આવે છે. ઇસ્લામ ધર્મમાં મહંમદ સિવાયના પયગમ્બરોનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. કુરાનમાં વારંવાર એમ કહેવામાં આવ્યું છે કે, “એક પણ કોમ એવી નથી જેમાં અમારો કોઈ ચેતવનાર (રસૂલ) થઈ ગયો ન હોય.”૪ જે ધર્મોમાં દેવી અવતરણનો સિદ્ધાંત સ્પષ્ટ રીતે ઉપદેશવામાં નથી આવ્યો તે ધર્મોમાં પણ પોતપોતાના ધર્મસંસ્થાપકોને દૈવી પુરુષો માનવામાં આવે છે. આમ, જૈન ધર્મમાં મહાવીર સ્વામીને, બૌદ્ધ ધર્મમાં ગૌતમ બુદ્ધને, શીખ ધર્મમાં નાનકદેવ વગેરે શીખ ગુરુઓને, કન્ફયુશિયસ ધર્મમાં મહાત્મા કફ્યુશિયસને અને તાઓ ધર્મમાં મહાત્મા લાઓત્રુને દૈવી સંસ્થાપક તરીકે માનવામાં અને પૂજવામાં આવે છે. આમ, આ પૃથ્વી પર ધર્મસંસ્થાપન માટે દૈવી અવતરણ થયા કરે છે એવી માન્યતા જગતના લગભગ બધા ધર્મોમાં એક યા બીજા રૂપે જોવા મળે છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ 246 જગતના વિદ્યમાન ધર્મો 4. કર્મનો નિયમ અને પુનર્જન્મનો સિદ્ધાંત : માણસ જેવું કર્મ કરે તેવું ફળ તેને આ ને આ જ જન્મે કે આ પછીના જન્મમાં મળે છે એવી કર્મના નિયમ અને પુનર્જન્મને લગતી માન્યતા હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખ એ ચાર ધર્મમાં બહુ સ્પષ્ટ રીતે સ્વીકારવામાં આવી છે. જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ એ ચાર ધર્મો પુનર્જન્મમાં માનતા નથી, પરંતુ ધર્મોમાં કર્મના નિયમનો સ્વીકાર તો છે જ, કારણ કે માણસને તેનાં કર્મોનો યોગ્ય બદલો મળે છે એવો સિદ્ધાંત આ ધર્મોને માન્ય છે. આમ, પ્રત્યેક માણસ પોતાના કર્મ માટે જવાબદાર છે અને તેથી દરેક માણસને પોતાનાં સારાં કર્મોનું સુખદ ફળ અને ખરાબ કર્મોનું દુઃખદ ફળ નિશ્ચિત રીતે મળે છે, એવો સિદ્ધાંત તો આ આઠે આઠ ધર્મોમાં સ્વીકારાયો છે. કન્ફયુશિયસ, તાઓ અને શિન્તો-આ ત્રણ ધર્મમાં કર્મના આવા અફર નિયમનું સ્પષ્ટ પ્રતિપાદન નથી, પણ આ ધર્મોમાં સત્કર્મોનું જે રીતે પ્રતિપાદન થયું છે તે જોતાં એમ સ્પષ્ટ થાય છે કે તેમાં પણ કર્મના નિયમનો ગર્ભિત રીતે સ્વીકાર થયેલો છે. આના પરથી એમ કહી શકાય કે જગતના તમામ ધર્મોમાં કર્મના નિયમનો સ્વીકાર થયેલો છે. જગતના બધા ધર્મોને કર્મના નિયમ માન્ય છે, જ્યારે પુનર્જન્મના સિદ્ધાંતનો સ્વીકાર આપણે જોઈ ગયાં તેમ હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખ એ ચાર ધર્મોમાં જ થયેલો છે. આ ધર્મોનું પ્રતિપાદન એવું છે કે જો કર્મનો નિયમ સ્વીકારવામાં આવે તો પુનર્જન્મનો સ્વીકાર અનિવાર્ય બને છે. કારણ કે માણસને કેટલીક વાર આ જન્મમાં એવાં ફળ ભોગવવા પડે છે કે જેમનો ખુલાસો તેનાં આ જન્મનાં કર્મો વડે થઈ શકે નહિ. આથી એમ સ્વીકારવાનું અનિવાર્ય બને છે કે માણસે આગલા જન્મમાં કરેલાં કેટલાંક કર્મોનું ફળ તેને આ જન્મે ભોગવવું પડે છે. એ જ રીતે માણસ આ જન્મમાં જેટલાં કર્મો કરે છે તે બધાંનું ફળ તેને આ જન્મમાં જ મળી જતું નથી અને તેથી એમ સ્વીકારવાનું જરૂરી બને છે કે પોતાના આ જન્મનાં કેટલાંક કર્મોનું ફળ માણસે ભવિષ્યના જન્મમાં ભોગવવાનું રહેશે. આમ, કર્મનો નિયમ અને પુનર્જન્મ એ બંને સિદ્ધાંતમાં માનનારા ધર્મોનો મત એવો છે કે માણસનાં તમામ કર્મો અને તેમના ફળરૂપે માણસને ભોગવવાં પડતાં તમામ પરિણામોનો કર્મના નિયમની મદદથી સુયોગ્ય ખુલાસો કરવો હોય તો કર્મના નિયમની સાથે સાથે પુનર્જન્મના સિદ્ધાંતનો સ્વીકાર પણ અનિવાર્ય બને છે. 5. માણસના મરણોત્તર અસ્તિત્વ અંગેની માન્યતાઃ હિંદુ, જૈન, બૌદ્ધ, શીખ, જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ એ આઠ ધર્મોમાં માણસના મરણ પછી પણ તેનું અસ્તિત્વ ટકી રહે છે તેવો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. માણસના મરણોત્તર અસ્તિત્વના સ્વરૂપ અંગેના માન્યતામાં આ આઠ ધર્મો બે જૂથમાં વહેંચાઈ જાય છે. કિશોરલાલ મશરૂવાળા કહે છે તેમ આમાંનું એક જૂથ મોક્ષવાદી છે, જ્યારે બીજું જૂથે કયામતવાદી છે. આ બંને જૂથની માન્યતાઓ અનુક્રમે નીચે પ્રમાણે છે: Page #258 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 247 હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મના મત પ્રમાણે, જેનો જન્મ છે તેનું મરણ છે અને જેનું મરણ છે તેનો ફરી જન્મ છે, કારણ કે આગલા જન્મોનાં કર્મને લીધે જીવનો આ જન્મ નક્કી થાય છે અને આ જન્મનાં કર્મોને લીધે તેનો ભવિષ્યનો જન્મ નિયત થાય છે. આ રીતે ચાલતી જન્મમરણની જંજાળ કે ભવાટવિમાં જીવ અનંત કાળ સુધી ભટક્યા જ કરે છે એવી આ ધર્મોની માન્યતા નથી. તેમનો મત એવો છે કે જો માણસ મોક્ષપ્રાપ્તિના પ્રયત્નો કરીને કર્મનાં બંધન તોડી નાખે તો તે ભવચક્રમાંથી છૂટીને પોતાના આત્માના મૂળ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે. અર્થાત મોક્ષાવસ્થાને પામે છે. મોક્ષાવસ્થાના સ્વરૂપ અંગેની વિગતોમાં આ ધર્મો વચ્ચે મતૈક્ય નથી, પરંતુ આ ચારે ધર્મોમાં એટલું તો સમાનપણે સ્વીકારાયું છે કે મોક્ષાવસ્થા એ શાશ્વત ધન્યતાની સ્થિતિ અને અને તેમાં દુ:ખનો સદંતર અભાવ હોય છે. આમ, આ ચારે ધર્મોના મત પ્રમાણે આત્મા અમર છે અને શરીરના મરણ પછી અમર આત્મા કાં તો પોતાના કર્મ પ્રમાણે બીજું શરીર ધારણ કરે છે અથવા તો જો તેને કર્મોનું ફળ ભોગવવાનું ન રહ્યું હોય તો તે પોતાના મૂળ સ્વરૂપનો સાક્ષાત્કાર કરી મોક્ષાવસ્થારૂપી શાશ્વત ધન્યતાની સ્થિતિને પામે છે. જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મના મત પ્રમાણે, પુનર્જન્મ નથી. આનો અર્થ એ કે આ ધર્મોની દૃષ્ટિએ માણસનો આ જન્મ એ જ તેનો આ પૃથ્વી પરનો પહેલો તેમજ છેલ્લો જન્મ છે. જોકે આનો અર્થ એ નહિ કે આ ધર્મો આત્માને અમર માનતા નથી. તેમને આત્માના અમરત્વનો સિદ્ધાંત માન્ય છે, કારણ કે આ ચારે ધર્મો એમ માને છે કે મરણ પછી માણસ ફરીથી સજીવન થાય છે. આમ, આ ચારે ધર્મો કયામવાદી છે, કારણ કે પ્રોફેસર દાવર કહે છે તેમ ““કયામતનો અસલ અર્થ-ઊઠીને ઊભા થવું (સજીવન થવું) - એવો થાય છે.”૬ મરણ પછી કેટલા વખતે માણસ ફરીથી સજીવન થાય છે એ પ્રશ્નનો એકસરખો ઉત્તર આ ધર્મોમાંથી મળતો નથી. પણ આ ચારે ધર્મોમાં એટલું તો સમાનપણે સ્વીકારાયું છે કે 1. મરણ પામ્યા પછી અમુક વખત પસાર થયા બાદ મૃતાત્મા ફરી સજીવન થાય છે અને અલૌકિક દુનિયામાં અનંતકાળ સુધી જીવે છે. 2. આ અલૌકિક દુનિયામાં માણસનાં પાપ અને પુણ્યનો હિસાબ કરીને તેનો ન્યાય તોળવામાં આવે છે. 3. પાપની સજારૂપે જીવાત્મા આ અલૌકિક દુનિયામાં નરકનાં જેવાં દુ:ખોનો અનુભવ કરે છે અને પુણ્યના બદલારૂપે જીવાત્મા ઈશ્વરના સાંનિધ્યમાં રહીને સ્વર્ગીય આનંદને પ્રાપ્ત કરે છે. માણસના મરણોત્તર અસ્તિત્વ અંગેની જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મની ઉપર્યુક્ત માન્યતાનું નિરૂપણ આ ધર્મોના પવિત્ર શાસ્ત્રગ્રંથોમાં કરવામાં આવેલું છે અને તેથી એમ કહેવાનું સર્વથા ઉચિત છે કે આ ધર્મો માણસના મરણોત્તર અસ્તિત્વમાં અને એ અસ્તિત્વ દરમિયાન મળતા કર્મના સુયોગ્ય બદલામાં માને છે પણ પુનર્જન્મમાં માનતા નથી. આમ છતાં કેટલાક જરથોસ્તી અભ્યાસીઓ એવો મત ધરાવે છે કે જરથોસ્તી ધર્મમાં પુનર્જન્મની માન્યતા છે. આથી જરથોસ્તી ધર્મના જ Page #259 -------------------------------------------------------------------------- ________________ 248 જગતના વિદ્યમાન ધર્મો અનુયાયી અને સંનિષ્ઠ વિદ્યાપુરુષ પ્રો. દાવરનો આ અંગેનો અભિપ્રાય નોંધવાનું અહીં જરૂરી બને છે. તેઓ લખે છે : ‘જરથોસ્તી ધર્મ પ્રમાણે પુનર્જન્મ છે કે કેમ તે વિષે અભ્યાસીઓમાં મતભેદ છે. આપણે સ્વીકારીશું કે પુનર્જન્મનો સિદ્ધાંત અત્યંત બુદ્ધિગમ્ય અને તર્કશુદ્ધ છે. એટલું જ નહિ જીવન-મરણની ફિલસૂફી સમજાવતા કોઈ પણ સિદ્ધાંત કરતાં પુનર્જન્મનો સિદ્ધાંત વધુ પ્રતીતિકર છે, એમ પણ આપણે સ્વીકારીશું. પણ જે નિયમ સૌથી સારો અને કુદરતી હોય તે જરથોસ્તી ધર્મમાં હોવો જ જોઈએ, એમ માની લેવું ઠીક નથી. કેટલાક વિદ્વાન જણાવે છે કે, જરથોસ્તી ધર્મગ્રંથો સંપૂર્ણ રૂપમાં બચી શક્યા નથી; તેમાંના અમુક અંશો જ બચી ગયા છે. જો સઘળાં ધર્મપુસ્તકો બચ્યાં હોત, તો તેમાંથી પુનર્જન્મનો નિયમ પ્રાપ્ત થયો હોય. પણ આ દલીલમાં વજૂદ નથી, કેમ કે જરથોસ્તી ધર્મ પ્રમાણેની જીવનમરણની ફિલસૂફીની રચના જ એવી છે કે તે મુજબ પુનર્જન્મને એમાં સ્થાન હોઈ શકે નહિ. પારસી ધર્મવિદો અને “ઈન્સ્પેક્નમ' નામે ઓળખાતા જરથોસ્તી ધર્મવિદ્યાના પારસી અભ્યાસીઓ જરથોસ્તી ધર્મમાં પુનર્જન્મનો સિદ્ધાંત જુએ છે અને તેને પુરવાર કરવા બહુ ઉત્સુક હોય છે. પણ જરથોસ્તી ધર્મશાસ્ત્રોના આધારભૂત તરજુમાઓ ધ્યાનથી વાંચતાં તેમજ તટસ્થ રીતે તેનું પરિશીલન કરતાં પુનર્જન્મનો મહાન સિદ્ધાંત આ ધર્મમાં નથી જ, એવા અનુમાન ઉપર આપણે આવવું પડે છે.” 2. નૈતિક સિદ્ધાંતો : જગતના બધા જ ધર્મોમાં સદાચરણને અનુસરવાનો અને દુરાચરણથી દૂર રહેવાનો ઉપદેશ લગભગ એકસરખી રીતે કરવામાં આવ્યો છે. માણસ માત્ર એવું ઇચ્છે છે કે તેના પ્રત્યેનું સૌનું વર્તન નૈતિક દૃષ્ટિએ ઉન્નત હોય, જોકે પોતાની નબળાઈઓને લીધે તેનું પોતાનું બીજા પ્રત્યેનું વર્તન હંમેશાં આવું હોતું નથી. આથી જગતના તમામ ધર્મોમાં “બીજા લોકો પાસેથી જેવા વર્તનની તમે અપેક્ષા રાખો છો તેવું વર્તન તમે બીજા લોકો સાથે રાખો' એ નિયમનો “સુવર્ણ નિયમ' તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. આ બાબતના સમર્થનમાં એસ.જી. ચેમ્પિયને જગતના જુદા જુદા નવ ધર્મોના મૂળ શાસ્ત્રગ્રંથોમાંથી પસંદ કરેલાં વાક્યો નીચે પ્રમાણે છે: 1. “જેનાથી તમને દુઃખ થાય છે તેના વડે બીજાને આઘાત પહોંચાડો નહિ.” - બૌદ્ધ ધર્મ 2. “તમારી દૃષ્ટિએ બીજા માણસોએ તમારે માટે જે વસ્તુઓ કરવી જોઈએ તે બધી જ વસ્તુઓ તમારે બીજા માણસો માટે કરવી, કારણ કે આ જ પયગમ્બરી નિયમ છે.” - ખ્રિસ્તી ધર્મ 3. ““જે વર્તણૂક તમને આઘાતજનક લાગે છે તે વર્તણૂક તમારા માનવબંધુઓ પ્રત્યે કરો નહિ. આમાં આખા ‘તોરાહ'નો સાર છે. બાકી બધું તો માત્ર તેનું વિવરણ છે. જા અને આ સૂત્રનો સ્વાધ્યાય કર.” - યહૂદી ધર્મ Page #260 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 249 4. ““કર્તવ્યનો સાર આ છે જેનાથી તમે દુઃખ થાય છે તે બીજા પ્રત્યે કરીશ નહિ.” - હિન્દુ ધર્મ 5. “માણસ જે વસ્તુઓ પોતાને માટે ચાહે છે તે વસ્તુઓ પોતાના ભાઈઓને માટે પણ જ્યાં સુધી તે ચાહતો નથી ત્યાં સુધી તે ખરો મુસલમાન નથી.” - ઇસ્લામ ધર્મ 6. “સુખમાં અને દુ:ખમાં, આનંદમાં અને વ્યથામાં આપણે જેવી સંભાળ આપણી જાતની લઈએ છીએ તેવી સર્વ જીવોની સંભાળ લેવી જોઈએ અને તેથી આપણને અણગમતી ઈજા આપણે કોઈ જીવને પહોંચાડવી જોઈએ નહિ.” - જૈન ધર્મ 7. ““તારી જાતનો તને જેટલો મહિમા છે તેટલો જ બીજાનો મહિમા સમજ. આથી તું સ્વર્ગનો અધિકારી બનીશ.” - શીખ ધર્મ 8. ““તારા પડોશીને લાભ થાય તેને તારો લાભ ગણ; પડોશીને નુકસાન થાય તેને તારું નુકસાન ગણ.” - તાઓ ધર્મ . આપણી જાત માટે જે સારું નથી તે બીજા પ્રત્યે ન કરવાનો સ્વભાવ એ જ સારો સ્વભાવ છે.” - જરથોસ્તી ધર્મ અન્ય સાથેની વર્તણૂકને લગતા “સુવર્ણ નિયમનું વિવરણ કરતાં કફ્યુશિયસે લખ્યું છે : “જ્યારે તમે ઘરની બહાર હો ત્યારે કોઈ માનવંતા મહેમાનનું તમે સ્વાગત કરતા હો તેવી રીતે વર્તે. પ્રજા ઉપર શાસન કરતી વખતે કોઈ મહાયજ્ઞમાં તમે યજમાનકૃત્ય કરતા હો તેવી રીતે વર્તો. જે બીજું કોઈ તમારા પ્રત્યે કરે એવું તમે ન ઇચ્છતા હો તે બીજા પ્રત્યે તમે કદી પણ ન કરો. આ પ્રમાણે તમે કરશો એટલે જાહેર જીવનમાં તેમજ ખાનગી જીવનમાં તમારો દ્વેષ કરવા જેવો ઉશ્કેરાટ કોઈને થશે નહિ.”૯ ઉપર જણાવેલા “સુવર્ણ નિયમને અનુસરીને બીજા માણસો સાથે વ્યવહાર કરતી વખતે માણસે જે સદ્ગુણોનું આચરણ કરવાનું હોય છે અને જે દુર્ગુણોથી દૂર રહેવાનું હોય છે તેમાંના મુખ્ય મુખ્ય સદ્ગુણો અને દુર્ગુણો નીચે પ્રમાણે છે : આચરવા યોગ્ય સગુણો : 1. અહિંસા, 2. સત્ય, 3. અસ્તેય 4. ઇન્દ્રિયનિગ્રહ (અવ્યભિચાર, મિતાહાર, મિતભાષણ, માદક પદાર્થોનો ત્યાગ વગેરે), પ. પવિત્રતા, દ વિનય-વિવેક, 7. દાન, 8. દયા, 9. ક્ષમા અને 10. પ્રેમ. Page #261 -------------------------------------------------------------------------- ________________ 250 જગતના વિદ્યમાન ધર્મો ટાળવા યોગ્ય દુર્ગુણો H 1. કામ (ધર્મ કે નીતિ વિરોધી વાસનાઓ), 2. ક્રોધ, 3. લોભ 4. મોહ, 5. ઈર્ષા, 6. અભિમાન, 7. આળસ, 8. વિશ્વાસઘાત, 9. અપ્રામાણિકતા અને 10. કૃતજ્ઞતા. દરેક માણસે ઉપર્યુક્ત સ્કુણોનું આચરણ કરવું જોઈએ અને ઉપર ગણાવેલા દુર્ગુણોથી દૂર રહેવું જોઈએ, એવો ધર્મમાત્રનો ઉપદેશ છે. ઉચ્ચ નૈતિક જીવન માટેના આ સર્વસામાન્ય આગ્રહ ઉપરાંત જુદા જુદા ધર્મોએ કેટલાક વિશિષ્ટ નૈતિક સિદ્ધાંત પર સવિશેષ ભાર મૂકેલો છે અને એ રીતે સમગ્ર માનવજાતની નૈતિક ચેતનાના વિકાસમાં પોતાનું આગવું પ્રદાન કરેલું છે. જગતના વિવિધ ધર્મોએ ઉપદેશેલા વિશિષ્ટ નૈતિક સિદ્ધાંતો સંક્ષેપમાં નીચે પ્રમાણે છે : 1. હિંદુ ધર્મ સાધારણ ધર્મો ઉપરાંત પોતપોતાના વર્ણ અને આશ્રમના વિશેષ ધર્મો (સ્વધર્મ)ના પાલનનો આગ્રહ અને ધાર્મિક સાધનાને લગતું સંપૂર્ણ સ્વાતંત્ર્ય. 2. જૈન ધર્મ : અહિંસા અને જીવદયા. 3. બૌદ્ધ ધર્મ : અહિંસામાંથી ફલિત થતી મૈત્રી, કારુણ્ય, મુદિતા અને ઉપેક્ષા - એ ચાર ભાવના. 4. શીખ ધર્મ : નિર્ભય-નિર્વેરપણે અન્યાય અને દુષ્ટતાનો સામનો કરી ધર્મસંસ્થાપન માટેનો આગ્રહ. (હિંદુ ધર્મમાં પણ દુષ્ટદમન અને ધર્મસંસ્થાપન માટેનો આગ્રહ રાખવામાં આવ્યો છે. શ્રીકૃષ્ણ અને શ્રીરામનો આ જ મુખ્ય જીવનસંદેશ છે.) 5. જરથોસ્તી ધર્મ : પવિત્રતા અને ન્યાયભાવના. 6. યહૂદી ધર્મ : ન્યાયભાવના 7. ખ્રિસ્તી ધર્મ : માનવસેવા અને પ્રેમભાવના 8. ઇસ્લામ ધર્મ : ભ્રાતૃભાવના અને જકાત 9. કફ્યુશિયસ ધર્મ : 1. રાજા-પ્રજા, 2. પિતા-પુત્ર 3. પતિ-પત્ની, 4. મોટાભાઈ-નાનોભાઈ, પ. મિત્ર-મિત્ર એ પાંચ સામાજિક સંબંધોને લગતાં કર્તવ્યોનો આગ્રહ. 10. તાઓ ધર્મ : નિરભિમાનમાંથી નિષ્પન્ન થતી નિવૃત્તિપરાયણતા 11. શિન્જો ધર્મ : વફાદારી અને રાષ્ટ્રભક્તિ એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે જો બધા જ ધર્મના અનુયાયીઓ પોતપોતાના ધર્મના નૈતિક સિદ્ધાંતોને અનુસરવા ઉપરાંત વિવિધ ધર્મોના વિશિષ્ટ નૈતિક સિદ્ધાંતોને પણ પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે તો સમગ્ર માનવજાતનું નૈતિક સ્તર ઊંચું આવે અને ધર્મમાત્રનું ગૌરવ વધે. જુદા જુદા ધર્મોએ ઉપદેશેલા ઉપર્યુક્ત વિશિષ્ટ નૈતિક સિદ્ધાંતોમાં સામાજિક તેમજ વ્યક્તિગત નૈતિક આચરણને લગતા આ બે સિદ્ધાંતો તુલનાત્મક દૃષ્ટિએ ખાસ Page #262 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 251 નોંધપાત્ર છે : 1. હિંદુ ધર્મ અને કયુશિયસ ધર્મ ઉપદેશેલી સામાજિક નીતિ અને 2. જરથોસ્તી અને ખ્રિસ્તી ધર્મે ઉપદેશેલી વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના વ્યવહારની નીતિ. હવે આપણે આ બંને સિદ્ધાંતોનો અનુક્રમે તુલનાત્મક પરિચય મેળવીશું. 1. હિંદુ ધર્મ અને કયુશિયસ ધર્મમાં ઉપદેશાવેલી સામાજિક નીતિ : દરેક માણસે પોતાના સ્વધર્મનું પાલન કરવું જોઈએ એ હિંદુ નીતિમીમાંસાનો કેન્દ્રીય સિદ્ધાંત છે. દરેક સમાજમાં વિદ્યાપુરુષો (બ્રાહ્મણો), રાજપુરુષો (ક્ષત્રિયો), ખેડૂતો, વેપારીઓ વગેરે ધંધાદારી લોકો (વૈશ્યો) અને શ્રમજીવી લોકો (શૂદ્રો)ના વર્ગ હોય જ છે. જો સમાજમાં આ ચતુર્વિધ વર્ગ કે વર્ણના લોકો પોતપોતાની ફરજ ધર્માજ્ઞા સમજીને પૂરી નિષ્ઠાપૂર્વક બજાવે તો સમાજ ભૌતિક, નૈતિક અને આધ્યાત્મિક એ અનુલક્ષીને જિરાલ્ડ હર્ટે લખ્યું છે : ““માનવસમાજના આ ચતુર્વિધ માળખાની પ્રથમ વ્યાખ્યા કરી તેને નામ આપનાર આર્યસંસ્કૃત સમાજશાસ્ત્રીય વિચારણા જેટલી ભારતની છે તેટલી જ આપણી છે.”૧૦ જેવી રીતે ચાર વર્ણોની અવસ્થા કોઈ પણ સમાજ માટે ઉપકારક છે તેવી રીતે ચાર આશ્રમની વ્યવસ્થા કોઈ પણ વ્યક્તિના જીવન માટે ઉપકારક છે. આમ, દરેક માણસે પોતપોતાના વર્ણ (સામાજિક સ્થાન) અને આશ્રમ (જીવનની અવસ્થા)ને લગતાં કર્તવ્યો, એટલે કે “સ્વધર્મનું પાલન કરવું જોઈએ એવો હિંદુ ધર્મનો ઉપદેશ કેવળ હિંદુઓ માટે જ નહિ પણ કોઈ પણ માનવસમાજના પ્રત્યેક સભ્ય માટે ઉપકારક અને તેથી સૌ કોઈને માટે આચરવા યોગ્ય છે. હિંદુ ધર્મ ‘વસુધૈવ કુટુમ્' નો સિદ્ધાંત આપેલો છે. જો હિંદુ દષ્ટિએ આખું વિશ્વ એક કુટુંબ હોય તો “હિંદુ ધર્મનો “સ્વધર્મનો સિદ્ધાંત કેવળ હિંદુ સમાજ માટે જ નહિ પણ સમગ્ર વિશ્વસમાજ માટે જ હોઈ શકે અને છે. વર્ણ અને આશ્રણનાં કર્તવ્યો (સ્વધર્મ)નું ધર્મ-આજ્ઞા સમજીને પાલન કરવાનો આગ્રહ સેવીને જેવી રીતે હિંદુ ધર્મે સામાજિક નીતિને ધર્મના અંગરૂપ ગણી છે તેવી રીતે કન્ફયુશિયસે પણ સામાજિક નીતિને ધર્મનું સ્વરૂપ આપેલું છે. કફ્યુશિયસ ધર્મનો એ વિશિષ્ટ નૈતિક સિદ્ધાંત છે કે 1. રાજા-પ્રજા, 2. પિતા-પુત્ર, 3. પતિ-પત્ની, 4. મોટાભાઈ-નાનોભાઈ અને પ. મિત્ર-મિત્ર એ પાંચ વચ્ચેના સંબંધની જાળવણી કરવી એ માણસની પવિત્ર ફરજ છે. આ સંબંધોની સુયોગ્ય રીતે જાળવણી કરવી એટલે શું ? એ પ્રશ્નનો કન્ફયુશિયસ ધર્મે આપેલો ઉત્તર નીચે પ્રમાણે છે : 1. પિતાએ પુત્ર પ્રત્યે પ્રેમસભર ભલમનસાઈ દાખવવી જોઈએ. પોતાની વર્તણૂક દ્વારા પુત્રને ઉત્તમોત્તમ નૈતિક જીવન જીવવાના પ્રેરણા આપવી જોઈએ.૧૧ પુત્રની પિતા પ્રત્યેની ફરજનો ખ્યાલ આપતા કક્યુશિયસે લખ્યું છે : “આજનો પુત્રધર્મ માત્ર ઘરડાં માબાપને પાળવાનો પ્રશ્ન બની ગયો છે. પણ આ તો એવી વસ્તુ છે કે જેમાં આપણા કૂતરાંઓ અને ઘોડાઓ પણ ભાગીદાર બની શકે છે. જો Page #263 -------------------------------------------------------------------------- ________________ 252 જગતના વિદ્યમાન ધર્મો પૂજ્યભાવનું વિશેષ તત્ત્વ ન હોય તો આ બંને પ્રકારમાં ભેદ શો છે?”૧૨ માબાપની સેવા કરતાં પુત્ર કદીક નમ્રપણે વિરોધ પણ દાખવી શકે; જો તેઓ ન જ સાંભળે તો એમે કહેતાં વિરમવું નહિ, પણ સાથે સાથે વિશેષ આદરભાવ પણ બતાવતા રહેવું; જો એનો શ્રમ વ્યર્થ જ જાય તો પણ એણે ક્રોધ દાખવવો નહિ.” ““માબાપ જ્યાં સુધી જીવતાં હોય ત્યાં સુધી દૂર દૂરના પ્રવાસ કરવા નહિ; પ્રવાસ કરવો જ પડે તો સુનિશ્ચિત સ્થળનો જ કરવો.” “માબાપની ઉંમરનું હંમેશાં સ્મરણ રાખવું - એક તરફથી આનંદના પ્રસંગ તરીકે, બીજી તરફથી ભયના કારણ તરીકે.”૧૩ 2. “પતિનું પત્ની પ્રત્યેનું વર્તન હંમેશાં નીતિનિષ્ઠ હોવું જોઈએ, જ્યારે પત્નીએ હંમેશાં પતિની આજ્ઞામાં રહેવું જોઈએ.”૧૪ 3. “મોટાભાઈનો નાનાભાઈ સાથેનો વ્યવહાર સૌજન્યયુક્ત હોવો જોઈએ, જ્યારે નાનાભાઈએ મોટાભાઈ સાથે આદરભાવથી વિનમ્રપણે વર્તવું જોઈએ.”૧૫ 4. રાજા પરોપકારી હોય અને પ્રજા રાજાને વફાદાર હોય એ રાજા-પ્રજા વચ્ચેના સંબંધની મુખ્ય નૈતિક આવશ્યક્તા છે. પ્રજા સંતુષ્ટ રહે, રાજ્યને વફાદાર રહે અને સુનીતિના પંથે ચાલે તે માટે રાજાએ કઈ રીતે વર્તવું જોઈએ એ બાબતની સમજૂતી આપતાં કફ્યુશિયસે કહ્યું છે : ““પ્રામાણિક મનુષ્યોને ઊંચી પદવીએ ચડાવો અને સઘળા દુષ્કૃત્ય કરનારાઓને રૂખસદ આપો, એટલે પ્રજા સંતોષમાં રહેશે. દુષ્કૃત્ય કરનારાઓને ઊંચી પદવીએ ચડાવો અને પ્રામાણિક મનુષ્યોને રૂખસદ આપો તો પ્રજામાં અસંતોષ થશે.” “તમે (રાજા) તેઓની સાથે (પ્રજાની સાથે) ગૌરવભર્યું વર્તન રાખો, એટલે તમને તેનો આદર મળશે; તમે સારા પુત્ર અને સ્નેહાળ રાજવી થાઓ એટલે તેઓ તમને વફાદાર રહેશે; લાયકાતવાળાને ઊંચી પદવીએ ચડાવો અને જેમનામાં ઊણપ હોય તેમને જ્ઞાન આપો. એટલે તેઓને સુનીતિને પંથે ચાલવાનું પ્રોત્સાહન મળશે.”૧૬ 5. મિત્રનો મિત્ર સાથેનો વ્યવહાર ઉદારતાભર્યો હોવો જોઈએ. એક ચીની કહેવત જણાવે છે : “જેટલી સહૃદયતાથી તમે તમારી પોતાની જાતને માફી આપો તેટલી સહૃદયતાથી બીજાને માફી આપો, એટલે સંપૂર્ણ મૈત્રી શક્ય બનશે.”૧૭ હિંદુ ધર્મના વર્ણાશ્રમના સિદ્ધાંતની સાથે કર્યુશિયસ ધર્મના પાંચ સંબંધોની સુયોગ્ય જાળવણીના સિદ્ધાંતની તુલના કરતાં એ સ્પષ્ટ થશે કે બંને સિદ્ધાંતો ધાર્મિક જીવનમાં સામાજિક નીતિના પાલનનું મહત્ત્વ સ્વીકારે છે અને એ રીતે ધર્મ અને સમાજ વચ્ચેના ઘનિષ્ઠ સંબંધની સ્પષ્ટતા કરે છે. આટલા પૂરતું આ બંને ધર્મના સામાજિક નીતિ અંગેના સિદ્ધાંતમાં સામ્ય છે. તેમની વચ્ચેનો મૂળભૂત ભેદ આ પ્રમાણે છે : હિંદુ ધર્મમાં વર્ણાશ્રમ ધર્મનું નિરૂપણ એ રીતે કરવામાં આવ્યું છે કે વ્યક્તિ જો ધર્મનું પાલન કરે તો તે સમાજની સેવા તો કરે જ છે, પણ સાથે સાથે પોતાનું આધ્યાત્મિક હિત પણ સાધે છે. હિંદુ પરિભાષામાં કહીએ તો વર્ણાશ્રમ ધર્મના Page #264 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 253 પાલનથી ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાર્થો ઉપરાંત મોક્ષરૂપી પરમ પુરુષાર્થ પણ સિદ્ધ થાય છે. કફ્યુશિયસ ધર્મે ઉપદેશેલા પાંચ સામાજિક સંબંધોને લગતાં કર્તવ્યોનું પાલન કરવાથી ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાર્થ સિદ્ધ થાય છે પણ મોક્ષરૂપી પરમ પુરુષાર્થને પણ સિદ્ધ કરે એ રીતે આ કર્તવ્યોનો વિચાર કન્ફયુશિયસ ધર્મમાં કરવામાં આવ્યો નથી. બીજી રીતે કહીએ તો, કફ્યુશિયસ ધર્મમાં માણસનાં સામાજિક કર્તવ્યોનો વિચાર કેવળ લૌકિક દૃષ્ટિએ કરવામાં આવ્યો છે, જયારે હિંદુ ધર્મમાં માણસના “સ્વધર્મનો વિચાર લૌકિક તેમજ પરલૌકિક એ બંને દૃષ્ટિને ન્યાય થાય એ રીતે કરવામાં આવ્યો છે. 2. જરથોસ્તી અને ખ્રિસ્તી ધર્મ ઉપદેશેલી વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના વ્યવહારની નીતિ : ખ્રિસ્તી ધર્મના ઉપદેશ પ્રમાણે પ્રત્યેક વ્યક્તિએ બીજી વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં હંમેશાં પ્રેમ, દયા અને ક્ષમાની ભાવના જ પ્રગટ કરવી જોઈએ. સામી વ્યક્તિની લાયકાત શી છે ? તે આપણી પ્રેમપૂર્ણ વર્તણૂકનો યોગ્ય પ્રતિભાવ દાખવે છે કે આપણી પ્રેમભાવનાનો ખોટો લાભ ઉઠાવે છે? વગેરે પ્રશ્નો પૂછવા એ ઈસુ ખ્રિસ્ત ઉપદેશેલા “માનવપ્રેમ એ જ ઈશ્વરપ્રેમ છે' એ સિદ્ધાંતની સાથે બિલકુલ સુસંગત છે. વારંવાર નિષ્ફળ જવા છતાં તેઓ પ્રેમ-કરુણાના માર્ગે જ ચાલ્યા કરવાનું ચાહે છે અને આશા રાખે છે કે પાપીનો અવશ્ય હૃદયપલટો થશે. તેમ થાય કે ન થાય તો ઈસુ તો પ્રેમ અને ભલાઈની જ વાત કરવાના અને તે પ્રમાણે જ આચરણ કરવાના.”૧૮ આમ, ખ્રિસ્તી નીતિશાસ્ત્ર પ્રમાણે સામી વ્યક્તિની યોગ્યતા કે તેના પ્રતિભાવોથી નિરપેક્ષ રીતે માણસે બીજાઓ સાથે પ્રેમભર્યો વર્તાવ કરવો જોઈએ. જરથોસ્તી ધર્મનો નૈતિક ઉપદેશ આટલી હદે આદર્શવાદી નથી. પ્રો. દાવર કહે છે તેમ ““જરથુષ્ટ્રની ઈચ્છા હતી કે, પાપ ઉપર પુણ્યનો વિજય થાય; પાપ પુણ્યને દબાવી ન દે તેથી જ તેમણે આજ્ઞા કરી હતી કે ભલાઈનો બદલો ભલાઈથી વાળો અને ભૂંડાઈનો બદલો પણ અમુક હદ સુધી ભલાઈ અને ક્ષમાથી વાળો; પણ જો ભલાઈનો અણઘટતો લાભ લેવાતો હોય અને ક્ષમાનું પરિણામ બેવડી બૂરાઈમાં આવતું હોય તો તે પાપી સાથે ઉચિત ન્યાયથી વર્તો. જરથુષ્ટ્રના ફરમાન મુજબ જે માથાભારે પાપીઓ સુધરે નહિ અને સુધારવા માગે પણ નહિ તેમનો સશસ્ત્ર સામનો કરી તેમને પરાજિત કરવો જોઈએ.”૧૯ ખ્રિસ્તી ધર્મ ઉપદેશેલી પ્રેમભાવનાની વિરુદ્ધ જરથોસ્તી ધર્મ ઉપદેશેલી ન્યાયભાવનાનું સમર્થન કરતાં પ્રો. દાવર કહે છે : “ઈસુની નીતિસંહિતા આપણા અંતરાત્માને જગાડે છે. એમની આજ્ઞા-કોઈ આપણા જમણા ગાલ ઉપર લપડાક મારે તો આપણે ડાબો ગાલ ધરવો જોઈએ. (મેથ્ય 5, ૩૯)-સૌ સંતપુરુષોની સાધુતા જગાડે તેવી છે, પણ શું જગતમાં સૌ સંતો છે? પ્રત્યેકને આત્મા તો છે જ, પણ પ્રત્યેક પુરુષનો આત્મા એકસરખો વિકસિત અને સંવેદનશીલ નથી હોતો. આપણે જોયું કે, ઈસુની Page #265 -------------------------------------------------------------------------- ________________ 254 જગતના વિદ્યમાન ધર્મો નીતિસંહિતા ઉત્તમ છે, બલકે જગતનાં નીતિશાસ્ત્રમાં શિખર સમી છે, પણ તો પછી, આ બધું જાણતા છતાં, કેમ કોઈ દેશે આજ સુધી આ નીતિનિયમો ઉપર પોતાની રાજ્યવ્યવસ્થા રચી નથી? કેમ સર્વત્ર પોલીસ અને લશ્કરની વ્યવસ્થા કરવી પડે છે, કાયદા-કાનૂન ઘડવામાં આવે છે અને ગુનેગારોને કાયદાપૂર્વક સજા થાય છે ? ઈસુનું નીતિશાસ્ત્ર એક મહાકવિની કલ્પના કે એક ફિલસૂફના દિવાસ્વપ્ર સમાન ભવ્ય અને ઉત્કૃષ્ટ છે; છતાં દુનિયા, દેશ કે શહેર તો શું, કોઈ નાના જૂથે પણ તેને આચરણમાં મૂકવાની હિંમત ભાગ્યે જ કરી હશે. આ ઉપરથી જણાય છે કે, અપાર ભલાઈ અને ક્ષમાવૃત્તિ ઉત્તમ ગુણો હોવા છતાં સમાજમાં ઘણી વાર ન્યાય માટે કડકાઈની અને અનિવાર્ય હિંસાની પણ જરૂર રહે છે.”૨૦ વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના વ્યવહારની નીતિ અંગે ખ્રિસ્તી અને જરથોસ્તી દૃષ્ટિકોણમાં ભેદ જરૂર છે, પણ તેમનો સમન્વય અશક્ય નથી. બીજાઓ સાથે વ્યક્તિગત હેસિયતથી વર્તવાનું હોય ત્યારે પ્રેમભાવના અને જ્યારે કોઈ સંસ્થાકીય કે સામાજિક સંદર્ભમાં વર્તવાનું હોય ત્યારે ન્યાયભાવનાને અનુસરવામાં આવે તો આ બંને સિદ્ધાંતોનો સમન્વય સધાય છે. પ્રો. દાવરે પોતે આ પ્રકારના સમન્વયનો નિર્દેશ કરેલો છે. તેઓએ લખ્યું છે : ““કોઈ દયાળુ માણસ વ્યક્તિગત રૂપમાં કોઈ દુષ્ટને અનેક વાર માફ કરી શકે; પણ જો તે એક ન્યાયાધીશ હોય તો, એની મરજી હોય યા ન હોય તો પણ, એના હોદ્દાની રૂએ પ્રાપ્ત થયેલી ફરજ પ્રમાણે તેણે એક ખૂનીને દેહાંતદંડની પણ સજા કરવી જ પડે છે; નહિ તો પોતાના હોદ્દાનો ત્યાગ કરવો પડે છે. મનુષ્યને જેવું હૃદય હોય તેવું કોઈ સંસ્થા કે રાષ્ટ્રને હોતું નથી. સંસ્થા કે રાષ્ટ્ર કાયદા અને ન્યાય પ્રમાણે યંત્રવત્ પ્રવર્તે છે. કોઈ બે દેશોના લોકો વચ્ચેનો સંબંધ પ્રેમ અને દયાનો હોઈ શકે, પણ તે બે દેશોની સરકારનો પરસ્પરનો વ્યવહાર ન્યાયપૂર્વક જ ચાલી શકે.”૨૧ આમ, એ સ્પષ્ટ થાય છે કે સામાજિક કે રાજકીય ક્ષેત્રે ન્યાયનો સિદ્ધાંત અને કેવળ વ્યક્તિ સંબંધોમાં પ્રેમનો સિદ્ધાંત સર્વથા આવકારદાયક છે. 3. ભક્તિભાવના અને તેની અભિવ્યક્તિ : આપણે આગળ જોઈ ગયાં તેમ ભક્તિ એ ધર્મનું વિશિષ્ટ અંગ છે. આમ, જગતના તમામ ધર્મોમાં ઈષ્ટદેવ પ્રત્યે ભક્તિભાવ સેવવામાં આવે છે અને પૂજા, પ્રાર્થના, ભજન, કિર્તન અને જુદાં જુદાં વ્રતો અને ઉત્સવો દ્વારા આ ભક્તિભાવને અભિવ્યક્ત કરવામાં આવે છે. દરેક ધર્મમાં પોતપોતાના ઇષ્ટદેવ કે ઈશ્વરને દિવ્ય અને અલૌકિક તત્ત્વ માનવામાં આવે છે. દિવ્ય અને અલૌકિક તત્ત્વ આ જગતમાં પ્રત્યક્ષ રીતે દષ્ટિગોચર થતું નહિ હોવાથી તેની પ્રત્યક્ષ પૂજા કરવી હોય તો આ જગતના એક યા બીજા પદાર્થને એ ઇષ્ટદેવનું પ્રતીક માનીને એ પદાર્થની પૂજા કરવાનું આવશ્યક બને છે. આ રીતે ધર્મમાં મૂર્તિપૂજાને સ્થાન મળે છે. જગતના મોટા ભાગના ધર્મો ઈષ્ટદેવની મૂર્તિના વિધિસરના પૂજનનો મહિમા સ્વીકારે છે. જે ધર્મો મૂર્તિપૂજાનો વિરોધ કરે છે તેમાં Page #266 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 255 પણ એક યા બીજા પ્રતીકનું અવલંબન તો લેવામાં આવે જ છે. પંડિત સુખલાલજી કહે છે તેમ “પરમાત્મ તત્ત્વ એ તો ખરી રીતે વાણી અને મનને અગોચર જ છે, પણ આપણા જેવા અપૂર્ણ અધિકારીને માટે તે માર્ગે આગળ વધવાને, તેનું સ્મરણ પુષ્ટ કરવાને અનેક પ્રતીકો છે; પછી ભલે તે પ્રતીકો કાષ્ટ, પાષાણ કે ધાતુનાં મૂર્ત રૂપ હોય અગર કલ્પના કે જપસ્વરૂપ માનસિક ને અમૂર્ત હોય, આખરે તો એ બધાં મૂર્ત-અમૂર્ત પ્રતીકો જ છે.”૨૨ અને ડૉ. રાધાકૃષ્ણન્ કહે છે તેમ, “જુદાં જુદાં પ્રતીકો ઈશ્વરના સાચા સ્વરૂપથી ભલે ગમે તેટલાં દૂર છતાં, માણસના અંતરમાં ઊંચી કોટિના આધ્યાત્મિક ભાવો ભરે છે ને એ ભાવોને પોષે છે.”૨૩ આથી જગતના તમામ ધર્મોમાં કોઈ ને કોઈ પ્રતીકના અવલંબન વડે પરમતત્ત્વની ભક્તિ કરીને એ તત્ત્વને પામવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અખાજીએ કહ્યું છે : “સુતર આવે ત્યમ તું રહે; જેમ તેમ કરીને હરિને લહે.”૨૪ આમ, જુદા જુદા સાધકોની રુચિ અને સંયોગોને અનુલક્ષીને જુદા જુદા ધર્મોમાં જુદી જુદી રીતે ઇષ્ટદેવની ભક્તિ કરવામાં આવે છે; પણ ગમે તે રીતે “હરીને કહી શકાય એ જ બધા ધર્મોનો આશય હોય છે. 4. વૈરાગ્યભાવના અને તેની અભિવ્યક્તિ કે ધર્મ એ જીવન પ્રત્યેની આધ્યાત્મિક દૃષ્ટિનું પરિણામ છે. માનવજીવનનો આધ્યાત્મિક દૃષ્ટિએ વિચાર કરનાર માણસ નીતિ અને ભક્તિથી વંચિત રહી શકતો નથી. આમ, ધાર્મિક જીવનમાં 1. આધ્યાત્મિક દૃષ્ટિ (આત્મા અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન), 2. નીતિ અને 3. ભક્તિ - એ ત્રણ અંગો આવશ્યક છે અને આપણે આગળ જોઈ ગયાં તેમ ધાર્મિક જીવનનાં આ ત્રણે અંગને સિદ્ધ કરવા માટે ઇન્દ્રિયનિગ્રહ અને મનોનિગ્રહની જરૂર પડે છે. ધાર્મિક જીવનમાં અપેક્ષિત એવો આ પ્રકારનો સંયમ વૈરાગ્યથી શક્ય બનતો હોઈ, જગતના તમામ ધર્મોમાં વૈરાગ્યભાવનાનું મહત્ત્વ સ્વીકારાયું છે અને એ ભાવનાની અભિવ્યક્તિરૂપે જુદા જુદા પ્રકારનાં વ્રતો, ઉપવાસો અને તીર્થયાત્રાઓ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. વૈરાગ્યભાવનાની અભિવ્યક્તિરૂપે સંસારનો ત્યાગ કરીને સંન્યાસી કે ભિક્ષુની રીતે જીવવાનું જરૂરી છે કે કેમ એ પ્રશ્ન અંગે બધા ધર્મો વચ્ચે મતૈક્ય નથી. જગતના મોટા ભાગના ધર્મોનો મત એવો છે કે જેમનામાં તીવ્ર વૈરાગ્યભાવના હોય તેઓ સંસારત્યાગ કરે તે ઇષ્ટ છે. જોકે સંસારમાં રહીને પણ સાધક ધર્મમાર્ગે આગળ પ્રયાણ કરી શકે છે. આથી ઊલટું, જરથોસ્તી, શીખ વગેરે ધર્મોમાં સંસારત્યાગનો સ્પષ્ટ નિષેધ કરવામાં આવ્યો છે અને એવો ઉપદેશ આપવામાં આવ્યો છે સંસારના ઉદ્યમો કરતાં કરતાં નેકીભર્યું અને પવિત્ર ગૃહસ્થજીવન જીવવામાં જ વૈરાગ્યભાવનાની સાચી અભિવ્યક્તિ સમાયેલી છે. ઉપસંહાર : જગતના જુદા જુદા ધર્મોના 1. તાત્ત્વિક સિદ્ધાંતો, 2. નૈતિક સિદ્ધાંતો, 3: Page #267 -------------------------------------------------------------------------- ________________ 256 જગતના વિદ્યમાન ધર્મો ભક્તિભાવના અને 4. વૈરાગ્યભાવનાને અનુલક્ષીને આપણે આ પ્રકરણમાં કરેલા ધર્મોના તુલનાત્મક અધ્યયન પરથી એ સ્પષ્ટ થાય છે કે જ્ઞાન, નીતિ, ભક્તિ અને વૈરાગ્ય-એ ધાર્મિક જીવનના ચાર અંગોનું મહત્ત્વ દરેક ધર્મમાં સ્વીકારવામાં આવ્યું છે. આનો અર્થ એ કે બધા ધર્મો વચ્ચે મૂળભૂત એક્તા છે. ધર્મનું મૂળ તત્ત્વ બધા ધર્મોમાં સમાન છે. જુદા જુદા ધર્મો વચ્ચે ભેદ એટલા માટે જણાય છે કે ધર્મનું મૂળ તત્ત્વ કે તાત્ત્વિક સ્વરૂપ જુદા જુદા ધર્મોમાં જુદી જુદી રીતે અભિવ્યક્ત થયેલું છે. ધર્મનું મૂળ સ્વરૂપ આ રીતે વિવિધ રૂપે વ્યક્ત થાય તે તદ્દન સ્વાભાવિક પણ છે અને અત્યંત ઇચ્છવા યોગ્ય પણ છે. જુદી જુદી ઐતિહાસિક અને ભૌગોલિક પરિસ્થિતિ તેમજ જુદી જુદી કક્ષા અને રુચિ ધરાવતા માણસોને અનુલક્ષી જો ધાર્મિક જીવનના અંગરૂપ જ્ઞાન, નીતિ, ભક્તિ અને વૈરાગ્યને જુદી જુદી રીતે પ્રગટ કરવામાં આવે તો એમ કહી શકાય કે ધર્મ એ કોઈ જડ વસ્તુ નથી પણ માણસના સમગ્ર જીવનને ઊંડાણથી સ્પર્શનારું ચૈતન્ય છે. આમ ધાર્મિકતા પ્રગટ કરનારી અનેક રીતોનું જગતમાં અસ્તિત્વ હોય એ ધર્મ માટે દૂષણરૂપ નથી પણ ભૂષણરૂપ છે. ફક્ત એ વાતનું હંમેશાં સ્મરણ રહેવું ઘટે કે ધાર્મિક જીવન જીવવાની રીતો અનેક છે, અર્થાત આ જગતમાં અનેક પંથો', “અનુગમો' કે “ધર્મો' છે, પણ ધર્મ એક જ છે. જુદા જુદા ધર્મો અને તેમના આરાધ્ય દેવો તાત્ત્વિક દષ્ટિએ એક જ છે એ સત્યની સમજૂતી આપવા માટે જ વિનોબા ભાવેએ નીચેની સર્વધર્મ પ્રાર્થનાનો પ્રસાર કર્યો છે : . ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તુ; સિદ્ધ-બુદ્ધ તૂ, સ્કંદ વિનાયક સવિતા પાવક તૂ; બ્રહ્મ મજુદ તૂ, યદ્વ શક્તિ તૂ, ઈશુ-પિતા પ્રભુ તૂ, રુદ્ર-વિષ્ણુ તૂ, રામકૃષ્ણ તૂ, રહીમ તાઓ તૂ; વાસુદેવ ગો-વિશ્વરૂપ તૂ, ચિદાનંદ હરિ તુ; અદ્વિતીય તૂ, અકાલ નિર્ભય, આત્મ-લિંગ શિવ તૂ. નમો પાવતે વાસુદેવાય . 25 Page #268 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ ગાંધીજી, વ્યાપક ધર્મભાવના, પૃ. 28 એજન, પૃ. 30 3. ફિરોજ કાળસજી દાવર, જરથુષ્ટ્ર દર્શન, પૃ. 83 કુરાન, ૩પ : 24 કિશોરલાલ ઘ. મશરૂવાળા, જીવનશોધન (પાંચમી આવૃત્તિ), પૃ. 120 6. ફિરોજ કાવસજી દાવર, મોત પર મનન (બીજી આવૃત્તિ), પૃ. 283 ફિરોજ કાવસજી દાવર, જરથુષ્ટ્ર દર્શન, પૃ. 82-83 C. S. G. Champion, The Eleven Religions and Their Proverbial Lore, P. XVIII મોહનલાલ દવે (અનુવાદક), કફ્યુશિયસના બોધવચનો, પૃ. 8-9. 10. ઉપેન્દ્રરાય જ. સાંડેસરા, શ્રીકૃષ્ણ પુરુષોત્તમ અને અંતર્યામી, પૃ. 230 233. 11. J. B. Noss, Man's Religions, P. ૩૫-૩પ૨. 12. મોહનલાલ દવે (અનુવાદક), કફ્યુશિયસનાં બોધવચનો, પૃ. 2 13. એજન, પૃ. 4 98. J. B. Noss, Man's Religions, P. 349 15. એજન, પૃ. 351 16. મોહનલાલ દવે (અનુવાદક) કન્ફયુશિયસનાં બોધવચનો, પૃ. 24-25. 90. S. G. Champion, The Eleven Religions and Their Proverbial Lore, P. 81-82 18. ફિરોઝ કાવસજી દાવર, જરથુષ્ટ્ર દર્શન, પૃ. 45-46 19, એજન, પૃ. 44-45 20. એજન, પૃ. 46 21. એજન, પૃ. 46-47 22. રાધાકૃષ્ણનું, ધર્મોનું મિલન, પ્રસ્તાવના, પૃ. 13 Page #269 -------------------------------------------------------------------------- ________________ 258 જગતના વિદ્યમાન ધર્મો 23. એજન, પૃ. 240 24. ગાંધીજી, ધર્મમંથન, 3 : 9 રપ. પંચામૃત (પ્રાર્થના-પ્રસાદી, શારદા પ્રકાશન-૧ ત્રીજી આવૃત્તિ), પૃ. 75. પરિશિષ્ટ આ પુસ્તિકનાં વિવિધ પ્રકરણોના લેખકો 3. તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક અને અધ્યક્ષ, શ્રી સ્વામિનારાયણ આંતરરાષ્ટ્રીય મૂલ્યશિક્ષણ વિદ્યાભવન, શ્રી સ્વામિનારાયણ મંદિર, કાળુપુર, અમદાવાદ૩૮૦૦૦૧. પદ્મભૂષણ પંડિત દલસુખભાઈ માલવણિયા નિવૃત્ત અધ્યક્ષ, લા. દ. પ્રાચ્યવિદ્યામંદિર, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, અમદાવાદ-૩૮૦૦૦૯. ડૉ. નગીનદાસ જીવણલાલ શાહ કાર્યકારી અધ્યક્ષ (નિવૃત્ત), લા. દ. પ્રાચ્યવિદ્યામંદિર, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, અમદાવાદ-૩૮૦૦૦૯. ડૉ. ઉપેન્દ્રરાય જ. સાંડેસરા માનદ્ પ્રાધ્યાપક, મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી, અમદાવાદ અને નિયામક, તુલસી ક્લિનિક, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯. પ્રો. નીલા જયંત જોષી તત્ત્વજ્ઞાન વિભાગ, ગુજરાત કૉલેજ, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬. પ્રો. ઉમેશકુમાર આણંદજી યાજ્ઞિક માનદ્ પ્રાધ્યાપક, શ્રી સ્વામિનારાયણ આંતરરાષ્ટ્રીય મૂલ્યશિક્ષણ વિદ્યાભવન, શ્રી સ્વામિનારાયણ મંદિર, કાળુપુર, અમદાવાદ-૩૮૦૦૦૧. પ્રો. કૈલાસબહેન બળદેવદાસ પટેલ તત્ત્વજ્ઞાન વિભાગ, શ્રી હ.કા.આર્ટ્સ કૉલેજ, આશ્રમ રોડ, અમદાવાદ-૯, ડૉ. મુકુન્દરાય દુર્લભજીભાઈ કોટેચા મનોવિજ્ઞાન-તત્ત્વજ્ઞાન વિભાગ, એમ. પી. શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ, સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર) પ્રો. હરિપ્રસાદ ડાહ્યાભાઈ પાઠક તત્ત્વજ્ઞાન વિભાગ, શ્રી હ. કા. આર્ટ્સ કોલેજ, આશ્રમ રોડ, અમદાવાદ-૯, Page #270 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ 259 પરિશિષ્ટ વ. સંદર્ભગ્રંથ સૂચિ (નોંધ : આ સૂચિમાંના પ્રત્યેક પુસ્તકનો આ પુસ્તકના લખાણ દરમિયાન ઉપયોગ થયો છે. તેથી આ પુસ્તકના સહુ લેખકો વતી આ સંદર્ભગ્રંથ સૂચિમાં આવતાં તમામ પુસ્તકોના લેખકોના ઋણનો હું સાનંદ સ્વીકાર કરું છું. - સંપાદક) 1. આથવન, નીરંગ-ઈ-દીન (પ્રથમ આવૃત્તિ), મુ. દા. શેઠ, પ્રિન્સ ઑફ વેલ્સ ડાઇવ, પૂના (1944) 2. ઉત્તરાધ્યયન, મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ એકાદશ ઉપનિષદો, મૂળ શ્લોકો તથા સરળ અનુવાદ, સસ્તું સાહિત્યવર્ધક છે " કાંગા કા. એ., ગાથા બા માએની બીજી આવૃત્તિ), નિર્ણયસાગર છાપખાનું, મુંબઈ (1902). 5. કાંગા કા. એ. (અનુવાદક), વંદીદાદ, દફતર આશકારા છાપખાનું, મુંબઈ (1874) , ગાંધીજી, અનાસક્તિ યોગ, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ. ગાંધીજી, ધર્મમંથન, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ. 8. ગાંધીજી, યરવડાના અનુભવ (બીજી આવૃત્તિ), નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ. 9. ગાંધીજી વ્યાપક ધર્મભાવના, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ. 10. ગાંધીજી, સત્યના પ્રયોગો, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ. ગીતાત્રિપુટી, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ. 12. ગુરુ ગ્રંથસાહેબ (ગ્રંથ 1-2). શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમેટી, અમૃતસર (1961) 13. જગતના ધર્મો (ભાગ 1 અને 2), ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, * ગાંધીનગર જોશી નીલા જે, જરથુષ્ટ્ર દર્શન, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ. 15. જોશી હ. મ., તાઓ ધર્મ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ. 16: જ્ઞાનગંગોત્રી શ્રેણી-૧૭, સાહિત્ય દર્શન (ભારતીય-૨), સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર. 11. 14, Page #271 -------------------------------------------------------------------------- ________________ 260 જગતના વિદ્યમાન ધર્મો 17. તત્ત્વાર્થસૂત્ર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, 18. તારાપોરવાળા એરી જહાંગીર સોરાબજી, અષો જરથુષ્ટ્ર, શ્રી દક્ષિણામૂર્તિ ભવન (1925) 19 દવે મોહનલાલ (અનુવાદક), કન્ફયુશિયસનાં બોધવચનો, સાહિત્ય અકાદમી, નવી દિલ્હી (1975) 20. દશવૈકાસિક સૂત્ર, મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ 21. દાવર ફિ. કા, ઈરાનનો ચિરાગ, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ ' (1950) 22. દાવર ફિ. કા. જરથુષ્ટ્ર દર્શન, સરદાર પટેલ યુનિવર્સિટી પ્રેસ, વલ્લભવિદ્યાનગર (1974) 23. દાવર ફિ. કા., મોત પર મનન (બીજી આવૃત્તિ), ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ (1961) 24. દેસાઈ ભા. ગો., ધર્મોનું તુલનાત્મક અધ્યયન, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ (1973) 25. ધ્રુવ આનંદશંકર બા., આપણો ધર્મ, પ્રાચ્ય વિદ્યામંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. 26, ધ્રુવ આનંદશંકર બા. ધર્મવર્ણન, પ્રાચ્ય વિદ્યામંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા (1959) 27. ધ્રુવ આનંદશંકર બા., હિંદુ વેદ ધર્મ, પ્રાચ્ય વિદ્યામંદિર, મ.સ. | વિશ્વવિદ્યાલય, વડોદરા (1960) 28. નારદનાં ભક્તિસૂત્રો, સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ. 29. પટેલ મ. જો., ગાંધીજીનું ધર્મદર્શન, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજય, અમદાવાદ, 30. પરીખ રસિકલાલ છોડાલાલ (સંપાદક તથા અનુવાદક) વૈદિવ પરીવલી, ગુજરાત પુરાતત્ત્વમંદિર, અમદાવાદ. 31. પવિત્રશાસ્ત્ર, હિંદ અને લંકાની બાઈબલ સોસાયટી, બેંગ્લોર (1952) 32. પંડિત સુખલાલજી (સંપાદક), યોગદર્શન તથા યોગત્રિશિકા, શ્રી આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ, આગ્રા. 33. પંડિત સુંદરલાલ, ગીતા અને કુરાન, નવજીવન પ્રકાશન, અમદાવાદ (1963) Page #272 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ 261 34. પંડિત સુંદરલાલ, હજરત મહંમદ અને ઇસ્લામ, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ (1964) 35. પારેખ નગીનદાસ (અનુવાદક), તાઓ-તે-ચિંગ, સાહિત્ય અકાદમી, અમદાવાદ (1975) 36. પારેખ નગીનદાસ અને ફાધર ઈસુદાસ ફવેલી (અનુવાદકો), નવો કરાર (બાઈબલના ઉત્તરાર્ધનો અનુવાદક), ગુજરાત સાહિત્ય પ્રકાશન, આણંદ (1976) 37. પારેખ નગીનદાસ અને ફાધર ઈસુદાસ ફલી (અનુવાદકો), શુભ સંદેશ અને પ્રેષિતોનાં ચરિતો, ગુજરાત સાહિત્ય પ્રકાશન, અમદાવાદ (1965) 38. ફાધર વાલેસ, ખ્રિસ્તી દર્શન, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર (1972) 39. બૂચ ભૂતપરાય મો. અને બૂચ ડોલરરાય મો. (અનુવાદકો) સર્વ ધર્મોની તાત્વિક એકતા, ભાગ 1 અને 2, ભાષાંતર નિધિ પ્રકાશન, ભાવનગર (1969). 40. ભટ્ટ ગો. હ. (અનુવાદક) જગતના વિદ્યમાન ધર્મો, ભાષાંતર શાખા, પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા. (1936) 41. ભટ્ટ ગો. હા, વિશ્વના ધર્મો. પ્રાચ્યવિદ્યામંદિર, એમ. એસ. વિશ્વવિદ્યાલય, ગુડ કપેનિયન્સ બુક સેલર્સ એન્ડ પબ્લિશર્સ, વડોદરા. મનુસ્મૃતિ, સસ્તુ સાહિત્ય મુદ્રણાલય, અમદાવાદ. 43. મશરૂવાળા કિ.ઘ. ગીતાધ્વનિ (ભગવદ્ગીતાનાં સમશ્લોકી અનુવાદ), નવજીવન પ્રકાશ મંદિર, અમદાવાદ. 44. મશરૂવાળા કિ. ઘ., જીવનશોધન, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ. 45. મહાભારત (ગૂજરાતી પદબન્ધ), શ્રી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ 46. મહેતા ન. દે, શાક્ત સંપ્રદાય, ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ (1949). 47. મહેતા ન. દે, હિંદ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ. 48. માલવણિયા દલસુખ, ગણધરવાદ, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ. 49. માલવણિયા દલસુખ, જૈન આગમ, જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ, બનારસ. પ૦. માલવણિયા દલસુખ, જૈન ધર્મચિંતન, અ. ક. કોરા, 48, ગોતાલિયા ટેંક રોડ, મુંબઈ 26. 51. મુનિશ્રી વિદ્યાવિજયજી, સૂરીશ્વર અને સમ્રાટ, યશોવિજય જૈન ગ્રંથમાલા, ભાવનગર (1979) 52. યાજ્ઞિક ઉમેશ આ., જગતના વિદ્યમાન ધર્મો, અશોક બુક ડીપો, અમદાવાદ. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર જગતના વિદ્યમાન ધર્મો 53. વિનોબા ભાવે, ખ્રિસ્ત-ધર્મ-સાર, યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર, હુઝરાતપરા, વડોદરા (1968). 54. શાહ નગીન જી., ષડૂ દર્શન ભાગ-૧ અને 2, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ. 55. શુક્લ ચં. પ્રા. (અનુવાદક), ગીતા દર્શન, વૉરા એન્ડ કંપની, મુંબઈ. પ૬. શુક્લ ચં. પ્રા. (અનુવાદક નું મિલન, ભારતીય વિદ્યાભવન, મુંબઈ (1947) 57. શુક્લ ચં. પ્રા. (અનુવા' કે દુ ધર્મ, વોરા એન્ડ કંપની, મુંબઈ (1975) 58. શેખ ઝહીરૂદ્દીન (અ. ..' કુરઆન, ઇસ્લામી સાહિત્ય પ્રકાશન, અમદાવાદ (1981, પ૯. શ્રી નારાયણ હેમચંદ્ર (સંગ્રહક બની, નિર્ણયસાગર પ્રેસ મુંબઈ. 60. શ્રી ભગવાનજી મહારાજ અને કેશવલાલ અબાલાલ ઠક્કર (સંગ્રહકાર, સંશોધક અને પ્રકાશક), શ્રી અખાજીની સાખીઓ, પ્રભુદાસ ઠક્કર કૉલેજ, પાલડી, અમદાવાદ. શ્રીમદ્ ભાગવત (ભાગ-૧ અને 2), સસ્તું સાહિત્યવર્ધક, કાર્યાલય, અમદાવાદ. 62. શ્રી સ્વામિનારાયણ વચનામૃત, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ 63. શ્રી સ્વામિનારાયણ શિક્ષાપત્રી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ 64. સન્મતિતક પ્રકરણ (ગુજરાતી) જૈન શ્રેયસ્કર મંડલ, મહેસાણા 65. સ્વામી બાલમુકુન્દદાસજી, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ 66. સાંડેસરા ઉજ, ભારતરત્ન (બીજી આવૃત્તિ), પ્રાચ્યવિદ્યામંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. 67. સાંડેસરા ઉપેન્દ્રરાય જ, શીખદર્શન, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર. 68. સાંડેસરા ઉ. જ, શ્રીકૃષ્ણ પુરુષોત્તમ અને અંતર્યામી, પૂર્વાધ અને ઉત્તરાર્ધ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ (1973) 69. વાર્થ નરેન્દ્રદેવ, વઢ-ધર્મ-ર્શન (પ્રથમ આવૃત્તિ), વિહીર રાષ્ટ્રના પરિપત્, પટના (1956) 70. आचारांगसुत्त, महावीर जैन विद्यालय, बम्बई 61. Page #274 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ 263 सातौ ( 2) 71. उपाध्याय भरतसिंह, बौद्ध धर्म तथा अन्य भारतीय दर्शन, भाग 1-2 (प्रथम आवृत्ति) बंगाल हिन्दी मंडल, कलकत्ता (सं. 2011) 72. चट्टोपाध्याय एवं दत्त, भारतीय दर्शन, कलकत्ता विश्वविद्यालय, कलकत्ता 73. त्रिपिटक, (नालन्दा देवनागरीपालि ग्रन्थमाला, प्रधान संपादक : भिक्षु जगदीश कश्यप) बिहारराजकीयपालि प्रकाशनमंडल 74. 'दिनकर' रामधारीसिंह, संस्कृति के चार अध्याय (प्रथम आवृत्ति), उदयाचल, आर्यकुमार रोड, पटना 75. दीघनिकायसामञफलसुत्त, नवनालंदामहाविद्यालय, नालंदा 76. पाण्डेय गोविंदचंद्र, बौद्ध धर्म के विकास का इतिहास, हिन्दी समिति, सूचना विभाग, लखनौ (1863) 77. प्रमाणवार्तिक, (सं. राहुलसांकृत्यायन), पटना, (1837) 78. राधाकृष्णन्, भारत और चीन, सन्मार्ग प्रकाशन, दिल्ही-७ (संवत 2012) 78. विसुद्धिमार्ग, भाग 1-2, (हिन्दी अनुवाद, अनुवादक : भिक्षु धर्मरक्षित) महाबोधी सभा, सारनाथ (1856) 80. सूथगड, महावीर जैन विद्यालय, बम्बई 81. Archer John Clark, Faiths Men Live By, The Ronald Press Company, New York, (1838) (2. Bahm Archie J., The World's Living Religions, Arnold Heinemann (1877) (3. Bapat P. V., (editor), 2400 Years of Buddhism, Delhi-Publica tion Division (1856) 84. Belvalkar and Ranade, History of indian Philosophy, Vol. II, The Creative Period, Bilvakunja Publishing House, Poona (1827) 85. Bhagavan Das, Essential Unity of AII Religions, The Theo sophical Publishing House, Adyar, Madras 20, India (9644) 86. BouquetA. C., Comparative Religion, Penguin Books (1862) 87. Browne Lewis, This Believning World, The Macmillan Com pany, New York (1861) 88. Browne Lewis, Wisdom of Israel, Michael Joseph, London (1848) Page #275 -------------------------------------------------------------------------- ________________ 264 જગતના વિદ્યમાન ધર્મો C. Caldecott and Mackintosh, Selections from the Literature of Theism, Edinburgh, T. and T. Clark (9639) Co. Champion S. G., The Eleven Religions and their Proverbial Lore, George Routledge & Sons Ltd., London (9689) 69. Chatterjee S., Fundamentals of Hinduism : A Philosophical Study, Das Gupta & Co., Culcutta (9640) 62. Cronbach, Judaism for Today: Jewish Thoughts for Contem porary Jewish Youth, Bookman Associates, New York (1648) 63. Dhalla Dastur M. N., History of Zoroastrianism, Oxford Univer sity Press (1938) 68. Edwards D. M., The Philosophy of Religion, Progressive Pub lishers, Calcutta (1643) 64. Farquhar J. N., The Crown of Hinduism Humphrey Milford, Londo (9694) CF. Fredric Spiegelberg, Living Religions of the World, Englewood Cliffs, N. J. Prentice-Hall, U.S.A. (9648) Co. Gandhi M. K., Hindu Dharma, Navjivan Publishing House, Ahmedabad. ec. George S. K, The Story of the Bible, Navjivan Publishing House, Ahmedabad (9649) Cl. Genchi Kato, A study of Shinto (The Religion of the Japanese nation), Curzon Press Ltd., London (9601) 900. Gundry D. W., Religions (A Preliminery Historical and Theo logical Study) Macmillan & Co. Ltd., London (964C) 909. Gupta H. R., History of Sikh Gurus, Kapur & Sons, New Delhi (9603) 902. Harvell E. B., The History of Aryan Rule in India, George G. Harrap & Co., London. 903. Hume R. E., The World's Living Religions, Charles Scribner Sons, New York (1645) 908. Jurji E. J., The Great Religions of the Modern World, (4th ed.), Princeton University Press, New Jersey (9643) Page #276 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ 265 904. Kant, Critique of Practical Reason (Translated by abbott), . Longmans Green & Co., London (9648) 90EUR. Khushwant Singh, A History of the Sikhs (Vol. 1-11), Princeton University Press, Oxford (9663-66) 909. Levine E., Judaism, T. C. & E. C. Jack Long Acre, W. C. and Edinburgh, New York, Dodge Publishing Co. 906. Lin Yutang, The Wisdom of Confucius, Michael Joseph Ltd., London (964C) 906. Macnicol Nicol, Indian Theism, Oxford University Press, Lon don (1694) 990. Mahadevan T. M. P., Outlines of Hinduism, Chetana Limited, Bombay (9648) 999. Mansukhiani, The Quintessence of Sikhism, Shiromani Gurudwara Prabandhak Committee, Amritsore (9664) 992. Matthew Arnold, Literature and Dogma, Thomas Nelson & Sons, Londo. 993. Mattuck 1. 1., The Thoughts of the Prophets, George Allen & Unwin Ltd., London (1643) 998. Noss J. B., Man's Religions, The Macmillan Company, New York (9649) 994. Potter C. F., The Story of Religions, Garden City Publishing Company, New York (1626) 998. Radhakrishnan, Principle Upanishads, George Allen & Unwin, London (1643) 999. Radhakrishnan, Religions and Society, George Allen & Unwin, London (168) 996. Radhakrishnan, Religions in a Changing World, George Allen & Unwin, London. 996. Radhakrishnan, The Report of University Education Commis sion. Vol. I., Ministry of Education, Government of India, New Delhi. 920. Radhakrishnan & Moore, C. A., (editors) A Source Book in Indian Philosophy Princeton University Press, London (1640) Page #277 -------------------------------------------------------------------------- ________________ જગતના વિદ્યમાન ધર્મો 129. Rajagopalachari, Hinduism Doctrine and way of Life (Second Impression), Hindustan Times, New Delhi (964.3) 122. Ramanujacharya, Sri Bhasya, E.T. by Thibaut G., S. B: E. Vol. 86, Motilal Banarasidas, Delhi (1682) 423. Shah N. J., Akalanka's Criticism of Dharmakirit's Philosophy, L. D. Institute of Indology, Ahmedabad. 228. Sinha J. N., The Foundations of Hinduism, Sinha Publishing House, Calcutta (1644) 924. Skinner John, Prophecy and Religions, Cambridge University Press (9669) 926. Syed Ameer Ali, The Spirit of Islam, Christophers, Londo (1689) 929. Wadia A.S.N. The Message of Zoroaster, London, J. M. Dent and Sops Ltd. 921. Weech W.H., (ed.) History of the World, Odhams Press Ltd., Long Acre, London.: 926. Yajnik J.A., The Philosophy of Sri Svaminarayana, L.D. Insti tute of Indology, Ahmedabad. (9602) 930. *Glimpses of World Religions, Jaico Publication House, Bombay (9649) * (The name of the Author is not mentioned). Page #278 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક પરિચય જ્ઞાન, નીતિ, ભક્તિ અને વૈરાગ્ય એ ઉત્તમોત્તમ ધાર્મિક જીવનનાં ચાર પાસાંઓ છે. ધાર્મિક જીવન કે ધાર્મિકતાના આ આદર્શને અનુલક્ષીને જગતના પ્રત્યેક વિદ્યમાન ધર્મનો પરિચય આપવાનો આ પુસ્તકમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે અને એ રીતે તેમાં વિવિધ ધર્મોમાં રહેલી મૂળભૂત એકતાનું નિરૂપણ થયું છે. | આપણે લોકશાહી અને બિનસાંપ્રદાયિક રાજ્યવ્યવસ્થા સ્વીકારી છે. એના અનુસંધાનમાં ડૉ. રાધાકૃષ્ણને યુનિવર્સિટી એજ્યુકેશન કમિશનના રિપોર્ટમાં યથાર્થ કહ્યું છે કે “બિનસાંપ્રદાયિક હોવું એટલે ધાર્મિક દૃષ્ટિએ નિરક્ષર રહેવું એવો અર્થ થઈ શકે જ નહી. સાંપ્રદાયિક સંકુચિતતા છોડીને ઊંડી આધ્યાત્મિકતા કેળવવી એ જ બિનસાંપ્રદાયિક હોવાનો ખરો અર્થ છે.” ઊંડી આધ્યાત્મિકતા અને ધાર્મિક સહિષ્ણુતાની કેળવણીમાં ઉપકારક થવાની આ પુસ્તકમાં ક્ષમતા છે. અને તેથી આ પુસ્તક આ વિષય ભણતા વિદ્યાર્થીઓ ઉપરાંત વ્યાપક જનસમુદાયને માટે પણ ઉપયોગી છે. ISBN : 978-93-81265-02-4 91989 8' TITના વિદ્યમાન ધમ 1382 કિંમતઃ રૂા.૭૫.૦૦