Book Title: Haiyu Nanu Himmat Moti
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan
Catalog link: https://jainqq.org/explore/034422/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ V RAMANUJ નાય साहस શ્રેણી q ☆탕 હૈયું નાનું, હિંમત મોટી કુમારપાળ દેસાઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ બાળ સાહસકથા શ્રેણી-૧ હૈયું નાનું, હિંમત મોટી કુમારપાળ દેસાઈ પ્રાપ્તિસ્થાન ગુર્જર સાહિત્ય ભવન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ 380001 ફોન : 079-22144663, 22149660 e-mail: goorjar@yahoo.com web: gurjarbooksonline.com ગૂર્જર સાહિત્ય પ્રકાશન 102, લૅન્ડમાર્ક બિલ્ડિંગ, ટાઇટેનિયમ, સિટી સેન્ટર પાસે, સીમા હૉલ સામે, 100 ફૂટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380015 ફોન : 26934340, 98252 68759 - gurjarprakashan-2 prnail.com Page #3 -------------------------------------------------------------------------- ________________ લેખકની વાત બાળસાહિત્યનાં પુસ્તકોની રચનામાં બાળકોમાં રાષ્ટ્રપ્રેમ, સાહસ અથવા તો ખમીર જ ગોડતી વાસ્તવિક વાર્તાઓ કે ઘટનાઓ લખવાનું મને વધુ પસંદ છે. આપણે ત્યાં મોટેભાગે બાળકોને પ્રતાપી પુરુષો અથવા તો વીર નરોએ દાખવેલાં પરાક્રમ અને શૌર્યની વાર્તાઓ કહેવામાં કે શીખવવામાં આવે છે. આવી કથાઓ જરૂર પ્રેરણાદાયી બની રહે પરંતુ જ્યારે બાળકને એના જેટલી જ વયના બીજા બાળકે બતાવેલી હિંમત કે બહાદુરીની વાત કરવામાં આવે, ત્યારે તે એની સાથે સહેલાઈથી તાદાભ્ય અનુભવી શકે છે. પોતાના જેટલી જ ઉંમરના બાળકે આવું સાહસ કર્યું. એ જાણીને પોતે પણ એના જેવું જ હિંમતભર્યું કામ કરી શકે, તેવો આત્મવિશ્વાસ અને ખમીર તેનામાં પ્રગટે છે. આ ઉદ્દેશને નજરમાં રાખીને બાળકો તથા નવશિક્ષિત પ્રૌઢો માટે બાળસાહસ કથાશ્રેણીનું આયોજન કર્યું છે. એના આ પ્રથમ પુસ્તકમાં દેશને માટે પરાક્રમ કરનારાં કે જાનફેસાની કરનારાં બાળકોની સત્ય ઘટનાઓ આપી છે. હૈયું નાનું હોય, પણ હિંમત વિરાટ હોય, તેવાં બાળકોની આ વાર્તાઓ છે. આ પુસ્તકને ભારત સરકારની N.C.E,R,T, સંસ્થા દ્વારા આયોજિત ૨૦મી બાળસાહિત્ય સ્પર્ધામાં ગુજરાતી ભાષાનાં પુસ્તકોમાં શ્રેષ્ઠ પુસ્તક તરીકે પારિતોષિક એનાયત થયું હતું. ઘણા લાંબા સમય પછી આ પુસ્તકનું તૈયાર થયેલું નવસંસ્કરણ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય અને શ્રી મનુભાઈ શાહ દ્વારા પ્રકાશિત થાય છે તેનો આનંદ છે. અહીં આલેખાયેલી સત્ય ઘટનાઓમાં બાળકોએ બતાવી આપ્યું કે દેશને માટે જીવન કે મૃત્યુની કોઈ વિસાત નથી. દેશની આઝાદી માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર રહેવું જોઈએ. આ ભાવના સ્વતંત્ર ભારતની આવતીકાલની પેઢીનો વારસો બની રહે એ જ અભ્યર્થના. તા. ૧૨-૪-૨૦૧૭ કુમારપાળ દેસાઈ એમદાવાદ કિંમત : રૂ. ૩૦ પ્રથમ આવૃત્તિ: 1974 છઠ્ઠી સંવર્ધિત આવૃત્તિ : 2017 Halyu Nanu, Himmat Moti A collection of inspiring stories for children by Kumarpal Desai Published by Gurjar Granth Ratna Karyalaya, Ahmedabad-1 © કુમારપાળ દેસાઈ પૃષ્ઠ : 40 ISBN : 978-93-5162-44-8 નકેલ : 1000 પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમરભાઈ ઠાકોરલાલ શાહ : રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001 ફોન : 22144663, e-mail: goorjar @ yahoo.com + + + + મુદ્ર કે : ભગવતી ઑફસેટ સી/૧૬, બંસીધર એસ્ટેટ, બાલડોલપુરા, અમદાવાદ-380 004 Page #4 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ૧. નાટક કરીએ ૨. હિન્દુસ્તાનની બેટી ૩. ખૂન આપો, આઝાદી મેળવો નાટક કરીએ! 0 0 0 0 -0 0 -0 0 - 0 -0 0 -0 0 ઘોર અંધારી રાત. આકાશમાં એક પણ તારો નથી. દેશમાં ક્યાંય આઝાદી નથી. ચારે કોર કાળું ઘોર અંધારું છે. દેશ ગુલામ છે, સરકાર પરદેશી છે. ઘર આપણું, ઘરધણી બીજો. ગાડી આપણી છે, બળદ આપણા છે, હાંકનાર પરદેશી છે. બંગાળનું એક શહેર છે. નાટક કરીએ -0-0-0-0-0-0-0-0 - ૫ -0 0 -0 0 - 0 0 0 0 | - 0-0-0-0-0- 0-0 હૈયું નાનું, હિંમત મોટી c: backup-l\drive2-1\Bready Haiyuna.pm5 Page #5 -------------------------------------------------------------------------- ________________ થોડા છોકરા ભેગા થયા છે. બધાય નમૂછિયા છે. હજી ઊગીને ઊભા થાય છે. શાળામાં ભણે છે. બધા છોકરા ભેગા થયા. ભેગા મળીને વિચાર કરે. મોટાઓ દેશ માટે લડે છે. લાઠી-સોટી ખાય છે. સામી છાતીએ ગોળી ઝીલે છે. જુવાનો ગુલામીને નિંદે છે. મોતના દાવ ખેલે છે. અંગ્રેજ સરકારની આંખમાં ધૂળ નાંખે છે. બૉબધડાકા કરે છે. સહુ પોતપોતાની ફરજ બજાવે છે. આપણે બાળકોએ છે પણ આપણી ફરજ બજાવવી જોઈએ. | દેશ સહુનો છે. ગરીબ-અમીરનો છે. સ્ત્રી-બાળકોનો છે છે. સહુએ દેશ માટે કંઈ કરી છૂટવું જોઈએ. બધાએ ભેગા મળીને વિચાર કર્યો અને અંતે નક્કી માટે નાટક કરીએ. આપણે માથે અંગ્રેજોની નાગચૂડ છે. એ નાગચૂડ તોડવી છે. આ માટે નાટક કરીએ, બધા છોકરા રાજી થઈને બોલ્યા, “જરૂર નાટક કરીએ. એવું નાટક કરીએ કે બૉબબંદૂકની ગરજ સારે. તીર-તલવારની તાકાત આપે. ઊંઘતાને જગાડી દે. જાગેલાને જાન આપવા તૈયાર કરે. બોલો, ભારતમાતાની જે !” બધાએ નાટકનો વિષય પસંદ કર્યો. વિષય કોઈ પુરાણો નહીં, ભૂતકાળની કોઈ વાત છે નહીં. સાવ આજનો ! નીલસાહેબનો ! બંગાળના જુલમી અધિકારીનો ! અંગ્રેજોની તુમાખીનો ! વાર્તા તૈયાર થઈ. વાત તો સહુના મોઢે હતી. નીલસાહેબ તરીકે ઓળખાતા અંગ્રેજના જુલમનો પાર નહોતો. જીવતા-જાગતા જાલિમનો નમૂનો હતો. અહંકારમાં છે રાવણ હતો. અનાચારમાં દુર્યોધન હતો. સંવાદો રચાયા. પોશાક તૈયાર થયા. તખ્તો તૈયાર કર્યો, ભજવવાની તારીખ જાહેર થઈ. છે નાટક કરીએ -0-0-0-0-0-0-0-0 - ૭ 0 0 0 કર્યું : 0 0 0 આપણે નાટક કરીએ. આપણી પાસે બૉબ નથી. આપણી પાસે તીર-તલવાર નથી. આપણી પાસે તોપ નથી. આપણે આપણા દેશમાં ગુલામ છીએ. ગુલામી એ 6 મોટું પાપ છે. ગુલામી એ જીવનનો શાપ છે. ક -0-0-0-0-0-0-0– હૈયું નાનું, હિંમત મોટી c: backup-l\drive2-1\Bready Haiyuna.pm5 Page #6 -------------------------------------------------------------------------- ________________ નાટક જોવા અજબ-ગજબની ભીડ જામી. સ્ત્રીઓ માય નહીં. પુરુષો સમાય નહીં. બાળકોનો સુમાર નહીં. નાનેરાં બાળકોનું અનેરું નાટક. બંગાળના સારા-સારા માણસો પણ જોવા આવ્યા. નાટક શરૂ થયું. તખ્તા ઉપર નીલસાહેબ આવ્યા. શો એનો રોફ ! શો એનો મિજાજ ! જાણે હમણાં દુનિયા ડુલાવી દેશે ! અબઘડી પૃથ્વીનો પ્રલય કરશે ! મોંમાંથી ચિરૂટનો ધુમાડો નીકળે. દેશી લોકો માટે ગાળોનો ફુવારો છૂટે. ગર્વનો પહાડ ગર્જે. ડગલે ને પગલે દોરદમામ બતાવે. વાત એની તુમાખીભરી. દેશી માણસ એટલે ડુક્કર ! દેશી માણસ એટલે જંગલી ! ગોરા એટલા પ્રભુના પનોતા પુત્ર ! અંગ્રેજ એટલા ભગવાનના દૂત ! ગોરાનો ઘોડો ચાલે, આખી ધરતી ધમધમે. એનો કોરડો વીંઝાય, ભલભલાની ફેં ફાટે. કોઈ ફરિયાદ કરવા જાય કે મર્યો જ છે ! આઝાદીની વાત કરી કે એનું આવી જ બન્યું છે. -===== ૦–૦— હૈયું નાનું, હિંમત મોટી c:\backup~1\drive2-~1\Bready Haiyuna.pm5 ! નાદિરશાહી જેવા નીલસાહેબના જુલમ ચાલે. ઔરંગઝેબની જેમ અરજદાર પર હાથી ચલાવે. કોઈને તોપના ગોળે ઉડાડે, કોઈને બંદૂકના મોઢે નીલસાહેબનો તાપ આકરો ! નીલસાહેબનો જુલમ દેશના લોકો નીલસાહેબ પાસે ગયા ને પૂછ્યું, “સાહેબ ! તમને તમારો દેશ ગમે ?” નીલસાહેબ બૂટ પછાડી, બૂમ પાડીને બોલ્યા, “ઓહ ! મેરા દેશ ! હમારા વતન !” લોકોએ પૂછ્યું, આકરો. “જેમ તમને તમારો દેશ ગમે એમ અમને અમારો દેશ ન ગમે ?” સાહેબ કહે, “તુમ્હારા દેશ ? જંગલી દેશ ! હિંદુસ્તાન શું કોઈ દેશ છે ? ઓહ ! કાલા આદમીનો દેશ !” લોકોમાં એક જુવાનિયો હતો. એણે કહ્યું, “સાહેબ ! તમારી મા વરવી-કદરૂપી હોય તો તમે કોઈ રૂપાળી સ્ત્રીને મા કહેશો ખરા ? તમારી માતાને માતા નહીં કહો ?” નાટક કરીએ 0-0-0 Page #7 -------------------------------------------------------------------------- ________________ આ સાંભળી નીલસાહેબનો મિજાજનો પ્યાલો ફાટ્યો. ઘોડા માટેના ચાબુકથી એણે લોકોને ફટકાર્યા. નાટક બરાબર જામ્યું. લોકો એકીટશે નીરખી રહ્યા. નાટક આગળ ચાલ્યું. ભુખે મરતા લોકો નીલસાહેબ પાસે ગયા. એમણે અરજ કરી, “જુલમ ઓછો કરો. માથે ઈશ્વર છે એનો વિચાર કરો.” -0-0 નીલસાહેબ બરાડો પાડીને બોલ્યા, તમારો ઈશ્વર ફક્ત અંગ્રેજ. એની સેવા કરો. | એના ચરણ ચાટો. તમારું કલ્યાણ થશે, તમને સુધારવા | માટે ઈશ્વરે અંગ્રેજોને અહીં મોકલ્યા છે. યુ ડેમ !” ' આમ બોલી નીલસાહેબે ચાબુક વીંઝી. નાટક જોનારામાંથી કેટલાકના મુખમાંથી આહ નીકળી ગઈ. ચીસ પડાઈ ગઈ. થોડી વારે પડદામાંથી થોડા મજૂર આવ્યા. એક મરેલા માણસનું મડદું હતું. પાછળ એક સ્ત્રી ચોધાર આંસુએ રડતી હતી. બાજુમાં એનું નાનું બાળક હતું. લોકોએ નીલસાહેબને કહ્યું, “ચાના બગીચાનો આ મજૂર છે. બગીચાવાળા -0-0 -0-0-0-0-0 9. ની નીલ સાહેબનો ગુસ્સો, મરેલો મજૂર અને એની રડતી પત્ની નાટક કરીએ -0-0-0-0-0-0-0-0 – -0 ૧૦-0-0-0-0-0-0-0- હૈયું નાનું, હિંમત મોટી ૧ c: backup-l\drive2-1\Bready Haiyuna.pm5 Page #8 -------------------------------------------------------------------------- ________________ ગોરાસાહેબે એને ખૂબ-ખૂબ માર્યો. એ મરી ગયો !” નીલસાહેબ બોલ્યા, અચ્છા હુઆ ! મરને સે ઉસકા ભલા હુઆ ! અંગ્રેજ કે હાથ મરનેસે ઇંગ્લિસ્તાનમેં પેદા હોગા ! કુલી લોગ, તુમ બિલકુલ બેવકૂફ હો.” નાટક જોનારાંઓની આંખમાં મરચું પડ્યું. કાનમાં સીસું રેડાયું. હૈયાં પર હથોડા પડ્યા. દાઝ એવી ચડી કે નીલસાહેબને હમણાં જ ખતમ કરી નાખીએ. આ જ વખતે જોનારાઓની સભામાંથી એક મોજડી આવી. નીલસાહેબના લમણામાં વાગી. થોડી વાર હોહા થઈ ગઈ. લોકોએ માન્યું કે કોઈ ગુસ્સે ભરાયેલા માનવીનું આ કામ હશે. તરત ખબર [ પડી કે આગળ બેઠેલા મોટા માણસમાંથી એક જણાએ એ ફેંકી હતી. બધા આ મોજડી ફેંકનારાની સામે જોઈ રહ્યા. | અરે ! એ માણસ કોઈ નાનો-સૂનો નહોતો. એ તો બંગાળના મહાન વિદ્વાન અને સુધારક પં, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હતા ! નાટક આગળ ચાલ્યું. જોનારાંઓ ફરી જોવામાં લીન બની ગયાં. આખરે નાટક પૂરું થયું. ‘વંદેમાતરમ્’ ગવાયું અને પછી નીલસાહેબનો વેશ ભજવનાર છોકરો મોજડી લઈને આગળ આવ્યો. પં. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એકદમ ઊભા થઈ ગયા. છોકરાએ તેમના પગ આગળ મોજ ડી મૂકતાં કહ્યું, “અમારું નાટક સફળ થયું. મારા કામની આપે જે કદર કરી તે માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. આ મોજ ડી નથી. મારા કામનું આ પ્રમાણપત્ર છે.” પં. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એ નિશાળિયાને બાથમાં લઈને ભેટી પડ્યા. એમની એક આંખમાં આંસુ અને બીજી આંખમાં આનંદ હતો. ભૂલકાંઓના આ નાટકે આખા બંગાળને જાગતું છે કરી દીધું. અંગ્રેજોના જુલમ સામે ઠેરઠેરથી પોકારો પડ્યા ! અંગ્રેજોના જુલમનો સામનો કરવાની હિંમત આવી. છે ક્રાંતિની હવા ફેલાઈ ગઈ ! મોટાંઓની વાતોથી જે કામ ન થયું, એ નાનાં ભૂલકાંના નાટકે કરી બતાવ્યું. 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 | ૧૨-00-0-0-0-0-0- હૈયું નાનું, હિંમત મોટી નાટક કરીએ છ 0 -0 -0-0-0-0-0 - ૩ c:\backup-l\drive2--1\Bready\'Haiyuna.pm5 Page #9 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની લેટી સમય આવ્યો છે. અંગ્રેજ સરકારની તમા કર્યા વગર હિંદી સૈનિકો એની સામે પડ્યા છે. ગામે-ગામમાંથી આઝાદીનો અવાજ જાગી ઊઠ્યો છે. ઠેર-ઠેર રણહાક પડવા લાગી છે. માભોમના ચરણે શીશકમળ ધરવા સૌ થનગની રહ્યા છે.” પિતાજી ! હજુ એ દિવસ હું વીસરી નથી કે જે દિવસે મેં ઊભા થઈને કમળનું ફૂલ સંધ્યું હતું. આઝાદીના આશકોએ આપેલી રોટી (ચપાટી) ચાખી હતી. રોટી અને લાલ કમળ, એ તો છે ક્રાંતિનાં નિશાન ! આઝાદીવીરોનાં એંધાણ ! મારી સહિયરોએ પણ આમાં સાથ આપ્યો છે.” “શાબાશ ! બેટી, શાબાશ ! તું ભલે નાની હોય, | તને ભલે તેર જ વર્ષ થયાં હોય, પણ તારા હૃદયમાં તો મોટાંઓનાં પણ માન મુકાવે તેવી દેશદાઝ ઝળકે છે.” | પિતાજી ! હું હિંદુસ્તાનની બેટી છું. ક્રાંતિકારીઓના | નેતા નાનાસાહેબ પેશ્વાની બેટી છું. તમે કોઈ પણ કામ | સોંપતાં અચકાશો નહીં. હું કોઈથી ડરીશ નહીં. હું પાછી પાની કરીશ નહીં. કહો, પિતાજી કહો, શી વાત છે ?” ૧૮૫૭ની ક્રાંતિના નેતા નાનાસાહેબ પેશ્વાએ , પોતાની તેર વર્ષની વહાલસોયી છોકરીને ગળે લગાડી. I હિંદુસ્તાનની બેટી -0-0-0-0-0-0-૭ - ૧૫ 0-0-0 -0 -0 બેટી ! કપરી વેળા આવી ચૂકી છે. આઝાદી કાજે ક્રાંતિકારીઓ મેદાને પડ્યા છે. આમાં હિંદુ અને મુસ્લિમ છે છે, મજૂર અને માલિક છે, સૈનિક ને વેપારી છે. સહુ કોઈ પરદેશી ધૂંસરીમાંથી છૂટવા માગે છે. ખભેખભા | મિલાવીને રણજંગ ખેલવા માગે છે.” પિતાજી, હું તમારી દીકરી છું. હિંદુસ્તાનની બેટી છું. દેશની ગુલામી મનેય નથી ગમતી. અંગ્રેજોનો અધિકાર મનેય નથી પસંદ. બાળપણથી જ તમારી પાસે આઝાદીના 6 પાઠ શીખી છું.” 4 “દીકરી, આજે આઝાદીનું એ સ્વપ્ન સાકાર કરવાનો ૧૪-0-0-0-0-0-0-0- હૈયું નાનું, હિંમત મોટી -0 -0 -0 0 c:\backup-l\drive2-1\Bready\Haiyuna.pm5 Page #10 -------------------------------------------------------------------------- ________________ હેતથી એની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું, “બેટી, આખા દેશમાં આઝાદીની ચિનગારીમાંથી ક્રાંતિની જ્વાળાઓ જાગી છે. એક બાજુ એકવીસ વર્ષની ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કાશી અને મંદરા નામની સખીઓ સાથે ભલભલા અંગ્રેજ સેનાપતિઓને થાપ આપી રહી છે, બીજી બાજુ મારો સાથી તાત્યા ટોપે અંગ્રેજ સેનાપતિઓની વ્યુહરચના નિષ્ફળ બનાવીને અવનવાં સાહસ બતાવી રહ્યો છે. મારે ઠેર-ઠેર જવું પડશે. શહેર-શહેર ફરવું પડશે. આઝાદીના આતશને બરાબર પેટાવવો પડશે, સહુ દેશવીરોને એકતાંતણે | બાંધવા પડશે. આથી આ કાનપુર શહેરની ક્રાંતિકારી સેનાની વ્યવસ્થા તને સોંપવી પડે તેમ છે. હું બીજે જઈશ. તું આ મોરચો સંભાળજે. તારા સાથમાં તાત્યા ટોપે અને બાલાસાહેબ રહેશે.” - નાનાસાહેબ પેશ્વાની તેર વર્ષની દીકરી ઊભી થઈ | ગઈ. એના નમણા ચહેરા પર વીરતા ઝળકી રહી. એની કેડે ઝૂલતી તલવાર અંગ્રેજોનું લોહી ચાખવા તલપી રહી. એણે કહ્યું, “પિતાજી, કાનપુરની શેરીએ શેરી અને ગલીએ ગલીની મને માહિતી છે. તમે સહેજે ફિકર કરશો નહીં. અંગ્રેજ સેનાએ નાનાસાહેબની વીરતા જોઈ છે, હવે એમની બેટીની બહાદુરી જોઈ લે.” નાનકડી મેનાના કપાળે ચુંબન કરીને નાનાસાહેબ બહાર નીકળી ગયા. ૧૮૫૭ની ક્રાંતિનો આ મહાન યોદ્ધો પળવારમાં તો ક્યાંય અદૃશ્ય થઈ ગયો. કાનપુરમાં ભારે ઘમસાણ જામ્યું હતું. હજારો અંગ્રેજોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. ક્રાંતિનો સંદેશ ફેલાઈ ચૂક્યો. આઝાદીવીરોએ કાનપુર જીતી લીધું. એના પર વર્ષોથી ફરકતો અંગ્રેજોનો ઝંડો ઊતરી ગયો. ક્રાંતિકારીઓનો લીલો ઝંડો લહેરાવા લાગ્યો. કાનપુરમાં આવેલા વહીલરના કિલ્લામાં અંગ્રેજો ભરાઈ બેઠા. એકવીસ દિવસ સુધી આઝાદીના વીરોએ જબરો ! ઘેરો ઘાલ્યો. આખરે થાકીને નમી ગયેલા અંગ્રેજોએ સુલેહનો સફેદ વાવટો ફરકાવ્ય. ચારે કોર આઝાદીનો | આનંદ છવાઈ ગયો. કાનપુરની મુક્તિના સમાચાર અલાહાબાદ પહોંચ્યા. અંગ્રેજ સેનાપતિઓ થોડી વાર તો સ્તબ્ધ બની ગયા. આટલું વિશાળ સૈન્ય ! આવાં તીક્ષ્ણ હથિયારો, | છતાં આવો કારમો પરાજય ! ભારતવાસીઓની આઝાદીની તમન્ના આગળ છે હિંદુસ્તાનની બેટી -0-0-0-0-0-0-0-૧૭ 0 0 0 0 0 0 0 0 ૧૯-0-0-0-0-0-0-0- હૈયું નાનું, હિંમત મોટી c: backup-1 drive2-1 Bready Haiyuna.pm5 Page #11 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજોનું વિશાળ સૈન્ય નાકામયાબ પુરવાર થયું. એમના દિલની સ્વતંત્રતાની આગ આગળ અંગ્રેજોનાં શસ્ત્રો નકામાં નીવડ્યાં. રણવિદ્યામાં કુશળ ગણાતા અંગ્રેજોને કાનપુરમાં જબરદસ્ત હાર ખાવી પડી. કાનપુરની આ હારથી અંગ્રેજ સેનાપતિઓની ઊંઘ ઊડી ગઈ. એમણે વિશાળ સૈન્ય તૈયાર કર્યું. છેલ્લામાં છેલ્લાં શસ્ત્રો આપ્યાં. સર કોલિન કેમ્પબેલ નામના પ્રખ્યાત રણસેનાનીને સેનાની આગેવાની સોંપી. જનરલ કેમ્પબેલ વિશાળ સેના સાથે કાનપુર તરફ ધસી આવ્યો. નાનકડી મેનાએ આ વિશાળ સેનાના સામનાની પૂરી તૈયારી રાખી હતી. અંગ્રેજ સેના એટલી વિશાળ હતી કે જો એક જ મેદાનમાં લડાઈ થાય તો અંગ્રેજો આસાનીથી જીત મેળવે. મેનાએ સિપાઈઓની જુદીજુ દી ટુકડી બનાવી. અંગ્રેજ સેના પર ઠેરઠેરથી | હુમલા થવા લાગ્યા. અંગ્રેજ સેનાના ઘણા સૈનિકો ખતમ કર્યા. કેટલાક ગંભીર રીતે ઘાયલ પણ થયા. જનરલ કેમ્પબેલની સેના એટલી વિશાળ હતી કે છે આવી ખુવારીની તેને કશી અસર થાય તેમ ન હતી. સેના આગળ વધી. વચ્ચે આવતાં ગામ બાળતી આવે. ખોટો આરોપ મૂકીને કેટલાયને ઝાડ પર લટકાવી ફાંસી ૧૮-0-0-0-0-0-0-0-હેયું નાનું, હિંમત મોટી આપતી આવે. આખા કાનપુરને ઘેરી લીધું. ધીરેધીરે અંગ્રેજ સેનાએ હાહાકાર મચાવ્યો. એના તોપના ગોળાઓએ કેટલાય હિંદી સૈનિકોને મારી નાખ્યા. પકડાયેલા ક્રાંતિકારીઓને જનરલ કેમ્પબેલ તોપના મોંએ બાંધીને ઉડાડવા લાગ્યો. અંગ્રેજ સેના કાનપુર પર વધુ ને વધુ ભરડો લઈ રહી હતી. એની ભીંસ વધતી રહી. આઝાદીના આશકો ખપી જવા માંડ્યા હતા. મેના ઝઝૂમતી હતી. સેનાને દોરતી હતી. વ્યુહરચના ગોઠવતી હતી. એના મરવાનું જાણતી હતી, પાછા પડવાનું નહીં. ઘમાસાણયુદ્ધ ખેલાઈ રહ્યું. આ સમયે મૈનાના મનમાં એક વિચાર ઝબકી ઊઠ્યો : “અરે ! પોતાની સાથે આ ઘેરામાં તાત્યા ટોપે ફસાયા છે. તાત્યાની જિંદગી સહુથી વધુ કીમતી છે. એના બૃહ અજબ. એની ચાલ અજબ. એની હાકલ સાંભળીને મરેલાં મડદાં સામસામા હોંકારા પડકારા ! કરવા માંડે. જો એના જેવા નેતા આમાં હોમાઈ જશે, તો ક્રાંતિને મોટો ફટકો પડશે !” મેનાએ મનમાં વિચાર કર્યો. મારા જેવી કદાચ કે લડતાં ખપી જાય તો બીજી સેંકડો મેના મળી શકે, પરંતુ તે હિંદુસ્તાનની બેટી 0-0-0-0-0-0-0-0 – ૧૯ 0 0 0 0 0 0 0 0 c: backup-l\drive2-1\Bready Haiyuna.pm5 Page #12 -------------------------------------------------------------------------- ________________ 0 તાત્યા જેવો કાબેલ સેનાપતિ ક્યાંથી મળશે ? નાનકડી મેના પ્રખ્યાત અંગ્રેજ રણયોદ્ધાઓનો સામનો કરનાર તાત્યા પાસે આવી. એણે તાત્યાને વિનંતી કરી : તમે અહીંથી વહેલી તકે નાસી જાઓ. બીજા શહેરમાં ચાલ્યા જાઓ.” મહાન યોદ્ધો તાત્યા શૂરવીર બાળાની વાત પર હસી પડ્યો. એણે કહ્યું, “મેના, તને હોમાવા દઉં, મારી સેનાને હોમાવા દઉં અને હું નાસી જાઉં ? એ બને નહીં.” મેનાએ ફરી વિનંતી કરી, તાત્યાને સમજાવ્યો કે જો તેઓ યુદ્ધમાં હોમાઈ જશે તો આઝાદીની ક્રાંતિને | ધક્કો પહોંચશે. એમના પર ક્રાંતિનો ઘણો મોટો આધાર છે. એમની આબાદ યૂહરચના વગર વિશાળ અંગ્રેજ સલ્તનતને નમાવવી મુશ્કેલ બનશે. અવનવા દાવપેચથી અંગ્રેજ રણસેનાને નસાડનાર તાત્યા વિચારમાં પડ્યો. મેના નાની હતી, પણ એની વાત નાની ન હતી. 6 ઘણી મોટી અને ગંભીર હતી. એણે મેનાની વાત સ્વીકારી. 6 મેનાએ તાત્યાના કાનમાં એની વ્યુહરચના કહી. 6 મેના પોતાની સેના સાથે અંગ્રેજો પર જોશભેર (૨૦)- 0-0-0-0-0-0-0- હૈયું નાનું, હિંમત મોટી તૂટી પડી. એવું સખત આક્રમણ કર્યું કે થોડી વાર તો આખીય અંગ્રેજ સેના વેરવિખેર બની ગઈ. અંગ્રેજ સેનાની ગોઠવણમાં ભંગાણ પડ્યું. એની આગેકૂચમાં ગોટાળો થયો. બરાબર આ જ સમયે તાત્યા ઘેરાવામાંથી છટકી બહાર નીકળી ગયા. મેના તલવાર ઘુમાવતી અંગ્રેજોની સેનામાંથી માર્ગ કરતી હતી. કેટલાય અંગ્રેજોને એની તલવારનું તેજ બતાવ્યું. એની તલવારના વારથી ઘણા રણમેદાન પર સદાને માટે પોઢી ગયા. મેનાની સાથે એની સખીઓ પણ તલવાર વીંઝતી હતી. એક બાજુ કસાયેલા અંગ્રેજ યોદ્ધાઓ, બીજી બાજુ નાનકડી બાળાઓ ! એક બાજુ શસ્ત્રસજ્જ સૈન્ય , બીજી બાજુ આઝાદીને વરેલી પણ સામાન્ય શસ્ત્ર ધરાવતી છોકરીઓ ! યુદ્ધમાં શસ્ત્ર કરતાં વધુ મહત્ત્વની વાત તો શસ્ત્ર | ચલાવનારની ભાવના ને તમન્ના છે. તેર વર્ષની બાળાની | આટલી તાકાત જોઈને સહુ કોઈ આશ્ચર્યમાં ડૂબી ગયા. મેનાની શૂરવીરતાએ મોટેરાંઓના દિલમાં અનેરી હિંમત જગાવી. મેના ખૂબ લડી. કેટલાયને માર્યા. આગળ વધતી ! હિંદુસ્તાનની બેટી -0-0-0-0-0-0-૭ - ૨૧ 0 0 0 -0 0 -0 0 -0 -0 0000 -0 c:\backup-l\drive2-1\Bready\Haiyuna.pm5 Page #13 -------------------------------------------------------------------------- ________________ રહી. આખરે એનું શરીર સાવ થાકી ગયું. આ સમયે સૂબેદાર ટીકાસિંહે બીજી બાજુથી ભારે હુમલો કર્યો. અંગ્રેજોની સેનામાં હાહાકાર મચી ગયો. તક જોઈને મેના આગળ નીકળી ગઈ. એને જેર કરવા માગતી અંગ્રેજ સેનાને થાપ આપીને પોતાનો ઘોડો દોડાવી મૂક્યો. થોડી વારમાં તો મેના અદૃશ્ય થઈ ગઈ. હમણાં પૂરા જોશથી ઝઝૂમતી હતી એ બાળા ગઈ ક્યાં ? અંગ્રેજ સેના આંખ ચોળવા લાગી. મેના ગંગા નદીના કિનારે પહોંચી. તાત્યા ટોપે ત્યાં જ મળી ગયા. મેના તાત્યા સાથે વાત કરતી હતી, એટલામાં ઝાડીમાં છુપાયેલા બેત્રણ અંગ્રેજ ઘોડેસવાર એમની સામે આવ્યા. તાત્યાએ પળનો પણ વિલંબ કર્યા વગર બાજુમાં પડેલી નાવમાં ઝંપલાવી દીધું. તાત્યા ટોપે ગંગાના સામા કિનારે પહોંચી ગયા. અંગ્રેજ ઘોડેસવારોએ મેનાનો હાથ પકડીને કડકાઈથી કહ્યું, “બોલ, જલદી બોલ. હમણાં નાવમાં કોણ ગયું ?” મેનાએ કહ્યું, “પહેલાં આ હાથ છોડો તો જવાબ આપું.” સૈનિકોએ હાથ છોડ્યો. જેવો હાથ છૂટ્યો કે તરત જ મોંએથી જવાબ આપવાને બદલે મેનાએ તલવારના ઘાથી જવાબ વાળ્યો. એણે તલવાર ઘુમાવવા માંડી. એક પછી એક ત્રણે અંગ્રેજ સિપાઈઓને મેનાની તલવારનો આકરો સ્વાદ ચાખવા મળ્યો. નાનકડી છોકરીનો ઘા એટલો જોરથી લાગ્યો કે ત્રણે ઘોડા પરથી ગબડી ગયા. જમીન પર ઢગલો થઈને પડ્યા.. એવામાં ઘોડાના દાબડા ગાજી ઊઠ્યા. મેનાને ખ્યાલ આવી ગયો કે મોટી સંખ્યામાં અંગ્રેજ સૈન્ય આ તરફ આવી રહ્યું છે. એણે ઘોડા પર સવાર થઈને ભાગવાની કોશિશ કરી, પણ ચારે બાજુ થી આવતા અંગ્રેજ સિપાઈઓએ મેનાને ઘેરી લીધી. મેના મૂંઝાય તેવી ન હતી. એણે જોયું કે હવે ? બચવાનો કોઈ ઉપાય નથી. ભાગવાની કોઈ તક નથી. મરવાનું છે તો માયકાંગલાની માફક શા માટે મરવું? તરત જ એનો હાથ તલવાર પર ગયો. વીજળીવેગે એની તલવાર અંગ્રેજ ઘોડેસવારો વચ્ચે ઘૂમવા લાગી. તેર વર્ષની મેનાએ ભારે જોરથી તલવારના દાવપેચ ખેલ્યા. એવામાં તલવારની સામસામી ટકરામણમાં તલવાર એના હાથમાંથી છટકી દૂર પડી. હવે કરવું શું ? મેના | લાચાર બની ગઈ. તરત જ સૈનિકોએ એને કેદ કરી. 0 -0 0 -0 0 -0 0 -0 0 -0 0 - 0 | 0 -0 0 9 0 ૨૨ -0-0-0-0-0-0-0- હૈયું નાનું, હિંમત મોટી હિંદુસ્તાનની બેટી -0-0-0-0-0-0-0 ૨૩ c:\backup-l\drive2-1\Bready\Haiyuna.pm5 Page #14 -------------------------------------------------------------------------- ________________ મેનાને અંગ્રેજ સેનાપતિ કેમ્પબેલ પાસે હાજર કરવામાં આવી. સેનાપતિ એને જોઈને તરત બોલી ઊઠ્યો, 0 0 0 “અરે લડકી ! તુમ તો હમારા બહોત બડા દુશ્મન હો ! કિસકી બેટી હો?” મેના બોલી, “હિંદુસ્તાનની બેટી, નાનાસાહેબ પેશ્વાની બેટી.” સેનાપતિ ચમકીને બોલી ઊઠ્યો. “ઓહ નાનાસાહેબ ! અવર એનિમી નંબર વન (અમારો સૌથી મોટો દુશ્મન) નાનાસા'બ. તુમ ઉસકી બેટી હો ?” મેનાએ ગર્વથી કહ્યું, “હા.” સેનાપતિએ ખોટો સ્નેહ બતાવતાં પૂછયું, “તુમ અપના ફાધર (પિતા)કા પતા બતાઓ. હમ I તુમકો છોડ દેગા. બહોત બહોત ઇનામ દેગા.” મેના હસતાં-હસતાં બોલી, “સેનાપતિ, તું મને સમજે છે શું? જાણે છે, હું કોણ છું ? હું છું હિન્દુસ્તાનની 4 બેટી. મરવાથી ડરતી નથી. તારા ઇનામની લાલચ જેવી હજારો લાલચ મને ચળાવી શકે તેમ નથી. કૂતરો રોટલો આપતાં પૂંછડી પટપટાવે, સિંહને કદી એમ ૨૪-0-0-0-0-0-0-0– હૈયું નાનું, હિંમત મોટી 0 0 0 0 0 0 0 અંગ્રેજ સેનાપતિને હિંમતભેર જવાબ આપતી મેના હિંદુસ્તાનની બેટી -0-0-0-0-0-0-0- 0 = c: backup-l\drive2-1\Bready Haiyuna.pm5 Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કરતાં જોયો છે ખરો ?” સેનાપતિએ ગુસ્સે થઈને ટેબલ પર હાથ પછાડતાં કહ્યું, “યાદ રખ્ખો, તુમ નહીં બતાઓગી તો હમ તુમ્હે જિંદા જલા દેગા.” મેનાએ કહ્યું, “મોતથી અમે ડરતા નથી. અમારે તો અંગ્રેજ સલ્તનતને મોતને ઘાટ ઉતારવી છે. દેશનું કામ કરતાં-કરતાં મોત મેળવવામાં બહુ મજા આવે છે, સેનાપતિસાહેબ !” સ૨ કોલિન કેમ્પબેલ અંગ્રેજ સલ્તનત સામે બોલાતાં આવાં કટુ વેણ સાંભળીને ઊભો ને ઊભો સળગી ઊઠ્યો. એનો ગુસ્સો ફાટી નીકળ્યો. આ નાનકડી છોકરીની આટલી હિંમત ! કદીય અસ્ત ન પામનારી અંગ્રેજ સલ્તનતના અસ્તની વાત એક અંગ્રેજ જનરલ સામે કરે છે ! એણે હુકમ કર્યો, “ઇસ શેતાન લડકી કો જિંદા જલા દો.” સજા સાંભળીને મેના ખડખડાટ હસી પડી. એક બાજુ ફાટેલા જ્વાળામુખી જેવા જનરલ કેમ્પબેલનો ગુસ્સો ! એની સામે નાનકડી છોકરીનું મુક્ત ખડખડાટ હાસ્ય ! •~ ——હૈયું નાનું, હિંમત મોટી c:\backup~1\drive2-~1\Bready Haiyuna.pm5 મેનાએ કહ્યું, “સેનાપતિ ! તમને પસંદ હોય તે સજા મને કરજો. આથીય સખત સજા હોય તો તે પણ જરૂર આપજો. તમારા મનની મનમાં ન રહી જાય. બાકી મોતથી હું ડરતી નથી. દેશને માટે પ્રાણનું બલિદાન આપવા જેવું બીજું કોઈ મોટું કામ નથી. આથી વધુ મજાનું બીજું કોઈ મોત નથી. મને આનંદ અને અભિમાન છે કે હું દેશની કંઈક સેવા કરી શકી, પણ જતાં-જતાં એક વાત કરી દઉં. દીવા જેવી ચોખ્ખી વાત. હવે તમે યાદ રાખો. તમારી સલ્તનત યાદ રાખે! હવે લાંબો સમય તમે અમારા પ્યારા દેશને ગુલામીમાં જકડી રાખી શકશો નહીં. તમારો સેનાપતિ લ્યુ વ્હીલર સખત હાર પામ્યો છે. ક્રાંતિની આગ પેટાઈ છે. ગુલામીનાં બંધન દૂર થયે જ એ ઓલવાશે. તમારે જવું પડશે. હિન્દુસ્તાનમાંથી હટી જવું પડશે.” સેનાપતિ કેમ્પબેલ આ નાનકડી બાળાની વાતો સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. હિંદીઓને ગાળ આપવા ટેવાયેલી એની જીભ સિવાઈ ગઈ. એ કશો જવાબ આપી શક્યો નહીં. ન કોઈ ધાકધમકી આપી શક્યો. બસ, આ હિંમતબાજ છોકરીને જોતો જ રહ્યો, જોતો જ હિંદુસ્તાનની બેટી ૩-૦-૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ જ રહ્યો ! એની વાત વિચારતો જ રહ્યો, વિચારતો જ રહ્યો ! બીજા દિવસની પરોઢ થવાને પણ વાર હતી. ગભરાયેલા અંગ્રેજોએ સવાર થતાં પહેલાં મેનાને જીવતી જલાવી દેવાનું નક્કી કર્યું. અંધારામાં જ એક થાંભલા પાસે મેનાને લાવ્યા. એના શરીરની આસપાસ દોરડું વીંટાળવા લાગ્યા. આજુબાજુ આગ ચાંપી. મેના સૂરજના પહેલા કિરણની માફક હસી રહી હતી. એના ચહેરા પર અપાર તેજ હતું. આગ એના શરીરની આસપાસ લપેટાઈ ગઈ. એ | જોરજોરથી પોકાર કરવા માંડી, “ક્રાંતિ ઝિંદાબાદ”, “હિંદુસ્તાન ઝિંદાબાદ”, | “હિન્દુસ્તાનકી જય.” નન આપે, આઝાદી મેળવો. 000000 099099999 * બાર વર્ષનો બાળક. ભૂગોળ ભણે. ઇતિહાસ ભણે. નકશો સમજે. વિચાર કરે કે દેશ છે આપણો અને રાજા કેમ છે કે પારકો ? ઘર આપણું, તો માલિકી આપણી જ હોવી જોઈએ. આ તો ગુલામી કહેવાય. આ તો પરાધીનતા ગણાય. ગુલામી ભારે બૂરી ચીજ. ગુલામ દેશને વળી માન છે શાં ? ગુલામી ભોગવનારને સ્વમાન શાં ? પરાધીનને છે પોતાની વાત શી ? પરદેશી કહે, “અરે ! તમારામાં વળી છે શું ? હું ખૂન આપો, આઝાદી મેળવો 9 -0-0-0-0-0 ૨૯ ૨૮ - 0-0-0-0-0-0-0- હૈયું નાનું, હિંમત મોટી c: backup-l\drive2-1\Bready Haiyuna.pm5 Page #17 -------------------------------------------------------------------------- ________________ તમારું ઘર શું અને વાતો શી ? તમારા દેશમાં તે શું બળ્યું છે ? તમે બધાં બીકણ છો. તમારી પાસે હથિયાર ક્યાં છે ? તમારી પાસે હૈયું ક્યાં છે ? તમારા હાથ નબળા છે. તમે કાળા છો. કાળા એટલે ખરાબ. અમે ધોળા છીએ. કાળા પર ધોળા રાજ કરે, એવી ભગવાનની ઇચ્છા છે. ઈશ્વરે મોકલ્યા અને અમે આવ્યા.” બાળક આવી-આવી વાતો સાંભળે, મનમાં વિચારે, જેનો દેશ પરાધીન એને સાચી ભૂગોળ ક્યાંથી ભણવા મળે ? સાચો ઇતિહાસ ક્યાંથી જાણવા મળે?” ગુલામને વળી ગણિત કેવું કે ભૂમિતિ કેવી ? એના ગુણાકાર-ભાગાકાર કેવા, એના સરવાળા| બાદબાકી કેવા ? આ ભૂગોળ જૂઠી. એના રંગ જૂઠા. આ ઇતિહાસ જૂઠો. એની વાત જૂઠી. બાળક સમજવા લાગ્યો. સાચી વાત જાણવા લાગ્યો. ન બને. અમે જેવા હોઈશું તેવા, પણ તમને તો રાખવા નથી. તમે ભલે સારા હો, પણ અમારે તો અમારું રાજ જોઈએ. વતન અમારું ને નેતા અમારો. ગુલામીના સ્વર્ગ કરતાં આઝાદીનું રૌરવ નરક અમને વધુ પસંદ છે. માટે તમે તો અહીંથી જાવ જ ! બાર વર્ષનો બાળક, વિચારે કે ગોરાઓનું રાજ ન જોઈએ. પણ કરવું શું? એવામાં એના કાને અવાજ પડ્યો. કોનો અવાજ? નેતાજી સુભાષચંદ્ર બોઝના અવાજ . એમણે ભારતવાસીઓને હાકલ કરતાં કહ્યું, ગુલામીની રોટી કરતાં આઝાદીનું ઘાસ ખાવું વધારે સારું છે. આ માટે ભય તમારા પર જીત મેળવે એ પહેલાં તમે ભયને જીતી લો. વિનાશ તમને અડકે તે પહેલાં તમે એને અડકી લો. તમારી ખાખમાંથી આઝાદીનાં શતદલ પોયણાં પ્રગટ થશે.” બાળકનું હૈયું થનગની ઊઠ્યું. એ વિચારે : વાહ ! કેવા નેતા ! પ્રજાના મનની વાત કરે. ! સરકારનો એમને ભય નથી. સરકારને એમનો ભય લાગે છે ! સુભાષચંદ્ર બોઝે પ્રતિજ્ઞા કરતાં કહ્યું, 0 0 0 0 0 0 0 જુઠા છો. તમે પરદેશી, અમે તો સિંહનાં બચ્ચાં 4 છીએ. તમે ઘેટાનું ચામડું ઓઢાડ્યું છે અમને. ઘર કે અમારું અને માલિક તમે ? દેશ અમારો અને શાસક તમે ? મહેનત અમારી અને માણનારા તમે ? ૩૦ -00-0-0-0-0-0– હૈયું નાનું, હિંમત મોટી 0 0 ખૂન આપો, આઝાદી મેળવો 0 -0-0-0-0-0- ૩૧ c: backup-l\drive2-1\Bready Haiyuna.pm5 Page #18 -------------------------------------------------------------------------- ________________ ૩૨ “ભારતનો સદા સેવક બની રહીશ. આડત્રીસ કરોડ ભારતવાસીઓના હિતની ચિંતા એ જ મારું લક્ષ્ય. એમની મુક્તિ એ જ મારું ધ્યેય. એને માટે લોહીનું છેલ્લું ટીપું ખર્ચવા તૈયાર રહીશ. હે હિંદવાસીઓ, તમે પણ જાગો. તુમ હમકો ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા. (તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ.)” નેતાજીની હાકલના ઠેરઠેર પડઘા પડવા લાગ્યા. દેશમાં સ્વાધીનતાનો પવન ફૂંકાવા માંડ્યો. પુરુષો જુસ્સાભેર દેશને માટે બલિદાન આપવા નીકળી પડ્યા. હિંદુમુસલમાન ખભેખભા મિલાવીને દેશને ખાતર જાનફેસાની કરવા તૈયાર થઈ ગયા. સ્ત્રીઓ પણ પાછળ ન રહી. આંખનાં કાજળ લૂછી નાખ્યાં. લશ્કરી ટોપી નીચે લાંબા કેશકલાપ છુપાવી દીધા. હીર-ચીર અળગાં કર્યાં. ખાખી બ્રીચિઝ અને ખાખી કોટ ચડાવી લીધાં. કેડે કમરપટ્ટા, છાતીએ ત્રિરંગી બેજ. ખભે કારતુસ અને હાથમાં બંદૂક. લોહીથી પ્રતિજ્ઞા લખીને નેતાજીની આઝાદ હિંદ ફોજમાં દાખલ થયાં. આઝાદ હિંદ ફોજ ભારતની બહાર હતી. નેતાજીની આગેવાની હેઠળ એણે સૈન્ય તૈયાર કર્યું - દેશને માટે =====—— હૈયું નાનું, હિંમત મોટી c:\backup~1\drive2-~1\Bready Haiyuna.pm5 જાન કુરબાન કરનારાનું. આ ફોજે આંદામાન અને નિકોબાર ટાપુ જીત્યા. આંદામાન બન્યો શહીદદ્વીપ, નિકોબાર બન્યો સ્વરાજદ્વીપ. શહીદદ્વીપ પર ત્રિરંગી ઝંડો લહેરાય ! બાર વર્ષનો બાળક સઘળું સાંભળે. એના મનમાં અવનવાં અરમાન ઊઠે. આઝાદીનાં સપનાં આવે. ઊંઘમાં લડાઈના ખેલ ખેલે. ત્રિરંગી ઝંડો લહેરાતો જુએ. નેતાજીએ રંગૂનના સીમાડેથી હાકલ કરી, “આસામ અને આરાકાનના પહાડો વીંધી નાખો. ચલો દિલ્હી ! ચલો દિલ્હી !' બાર વર્ષનો બાળક વિચાર કરે કે પોતે શું કરી શકે ? હૈયામાં આઝીદીની તમન્ના છે. પ્રાણની પરવા કર્યા વિના દેશને ખાતર ઝઝૂમવાની ઝંખના છે. પણ મુશ્કેલી એ કે બાર વર્ષના બાળકને તે વળી કોણ ફોજમાં રાખે ? સહુ વિચારે કે આવો બાળક કદાચ લડાઈની વાત કરે, સેનામાં સામેલ થાય, પણ કૂચ કરતાં થોડી વારમાં થાકી જાય, ભૂખતરસથી હારી જાય, બંદૂકના અવાજે બી જાય. એવામાં બાળકને આ સમાચાર મળ્યા. ૧૯૪૩ની ખૂન આપો, આઝાદી મેળવો ૭ —૦–૦–૦-૦-૦ Page #19 -------------------------------------------------------------------------- ________________ ચોથી ફેબ્રુઆરીએ આઝાદ હિંદ ફોજની પાંચ ટુકડીએ “ચલો દિલ્હીના નારા સાથે કૂચ આરંભી. આમાં હતી જનરલ શાહનવાઝખાની ૩૨૦૦ સૈનિકોની સુભાષ-સેના. કર્નલ કિયાનાની ૨૮૦૦ સૈનિકોની ગાંધી-સેના. કર્નલ ગુલજારસિંહની ૨૮૦૦ સૈનિકોની આઝાદ સેના. લેફટનન્ટ બીલોનની ૩૦૦૦ સૈનિકોની નહેરુ સેના. ત્રિરંગી વાવટો ફરક્યો. સહુએ સલામી લીધી. રાષ્ટ્રગીત ગાયાં. માતૃભૂમિની ધૂળ માથે ચડાવી. આઝાદીના સિપાહી આગળ વધતા જાય. આરાકાન, ઇમ્ફાલ અને પાલેલના પહાડો આઝાદ હિંદ ફોજ ના વિજયગાનથી ગુંજવા લાગ્યા. ચારે કોર એક જ ભાવના, એક જ ગીત - “કદમસે કદમ મિલાયે જા ખુશીકે ગીત ગાયે જા; યહ જિંદગી હૈ કોમકી તૂ કોમ પે લૂંટાયે જા.” બાર વર્ષના બાળકની દશા ભારે વિચિત્ર બની. | લડવું હતું, છતાં લડવા ન મળે. મોટો થાય તો ફોજમાં જોડાઈ શકે, પણ એટલો સમય રાહ જોવાય કેમ? આઝાદીની હાકલ પડે ત્યાં વર્ષોની વાટ જોવાય કેમ ? એને અભિમન્યુ યાદ આવ્યો. નાનકડો અભિમન્યુ , મહાભારતમાં ઝઝૂમ્યો હતો. મહારથીઓને એણે કેવા ! મૂંઝવ્યા હતા ! એકલો અભિમન્યુ કેવા કોઠાઓ ભેદતો હતો ! બાળકના મનમાં વિચાર આવ્યો : આઝાદીના ! આશકને વળી સાથીની શી જરૂર ? એકલો જઈશ. તું ખૂન આપો, આઝાદી મેળવો 0 -0-0-0-0-0- ૩પ 0 -0-0-0 મેજર લક્ષ્મીની ઝાંસી-રાણી ટુકડી પણ જંગમાં ઝુકાવવા તૈયાર હતી. ફોજના સેનાપતિ સુભાષબાબુ મોખરે ચાલે. પગપાળા પ્રવાસ હતો, માર્ગમાં કાંટા ન હતા, કમોત અને કારાગૃહ હતાં. | આ વીરોને તો થાક લાગે નહીં. ભૂખ પીડે નહીં. ભય સતાવે નહીં. અઢારમી ફેબ્રુઆરીએ ટીડીમ જીતી લીધું. બર્માની સરહદ ઓળંગી આઝાદ હિંદ ફોજ ભારતની ધરતી પર 6 પગ મૂક્યો. બસો વર્ષના ઇતિહાસમાં આઝાદ હિંદનો પહેલો ૩૪ -0-0-0-0-0-0-0– હેમું નાનું, હિંમત મોટી -0-0-00-0 -0 c: backup-l\drive2-1\Bready Haiyuna.pm5 Page #20 -------------------------------------------------------------------------- ________________ અવતારસમી અંગ્રેજોની ટેન્ક ઊતરી પડી. આકાશમાં તારલિયા ટમટમે. મશાલને અજવાળે અંગ્રેજ સૈન્ય આગળ વધે. ટેન્કની હારની હાર ચાલી આવે. એવામાં ટેન્કની આગળ એક ઝાડ પરથી કોઈ એકલો ઝઝૂમીશ. એકલો લડીશ. આવતી કાલની આશામાં આ બાળકને આજે ખોવી ન હતી. એને જિંદગીની પરવા ન હતી. પરવા હતી માત્ર દેશની ઇજ્જતની ! બાર વર્ષનો બાળક બહાર નીકળી પડ્યો. ઠેર-ઠેર ઘૂમવા લાગ્યો. આઝાદીના આશકોને મળવા લાગ્યો. મહામહેનતે બૉબ મેળવ્યા અને ચાલી નીકળ્યો ઇમ્ફાલ બાજુ . આ તરફ આઝાદ હિંદ સેનાએ અંગ્રેજોની ઊંઘ ઉડાડી દીધી. એના વીર સૈનિકોએ નવો ઇતિહાસ રચ્યો. | ભારતની નારીએ રણચંડીનું તેજ બતાવ્યું. અંગ્રેજોની વિશાળ સેના અને જેર કરવા આવવા માંડી. ટેન્કો ચાલી, તોપો ચાલી, બંદૂક ચાલી. આઝાદીના લડવૈયા પાસે પૂરાં શસ્ત્ર કે દારૂગોળો નહોતાં. ખાવા માટે પૂરતો ખોરાક નહોતો. માત્ર હતી હૈયામાં અડગ હિંમત અને ધગધગતી દેશદાઝ! અંગ્રેજોએ ટેન્કની ટેન્ક ઉતારી, પળવારમાં આખી સેના સાફ કરવાનો મનસૂબો રાખ્યો. ભીષણ અંધારી રાત. હાથ પણ ભાળી ન શકાય. [ આવે વખતે ઊંચી-ઊંચી ગિરિમાળામાં યમરાજાના ૩૬ - 0-0-0-0-0-0-0- હૈયું નાનું, હિંમત મોટી અંધારી રાત. કશું દેખાય નહીં. માન્યું કે કોઈ વાનર હશે ! ખડખડાટ સાંભળીને ઝાડ પરથી કૂદ્યો હશે. ધરતીને રગદોળતી રણગાડી આગળ વધે. અંધારી રાત. સંભળાય એકલો લોખંડનાં પૈડાંનો કિચૂડ કિચૂડ | ભયાનક અવાજ ! ચુપકીદીથી એક પછી એક ટેન્ક આગળ વધે. ટેન્ક ઉપર સિપાહીઓનો ઢગલો. સાથે ડ્રાઇવર અને માથે વળી તોપચી. સહુથી આગળની ટેન્ક સહેજ આગળ વધી. એકાએક ભયાનક ધડાકો થયો. જંગલનું શાંત વાતાવરણ ખળભળી ઊડ્યું. સૂતેલાં પક્ષીઓ ચિચિયારી પાડતાં જાગી ગયાં. | આગળની ટેન્કનો ખુરદો બોલી ગયો. તોપચી માર્યો | ગયો. એના પરના સિપાહી આગમાં ભડથું થઈ ગયા. ] સેના આખી થંભી ગઈ. કૂચકદમ અટકી ગઈ. | અંધારી રાતમાં કોણ આવ્યું ? કઈ બાજુથી આવ્યું ? | 0 ઉ ઉ ઉ ઉ0ાઉge 0 0 0 0 0 0 0 ખૂન આપો, આઝાદી મેળવો 0 -0-0-0-0-0- ૩૭ c: backup-l\drive2-1\Bready Haiyuna.pm5 Page #21 -------------------------------------------------------------------------- ________________ : - * * કઈ રીતે બૉબ ફૂટ્યો ? અંગ્રેજ સેનાના કાબેલ સેનાપતિની મતિ મૂંઝાઈ ગઈ. એને થયું : નક્કી દુશ્મનનો પેંતરો છે. અંધારી રાતે બૉબ વીંઝીને ટેન્ક તોડવા માંગે છે. એણે તરત જ સેનાને પાછા હઠવાનો હુકમ કર્યો. આગળ ધપવાનું મોકૂફ રાખ્યું. બનતી ઝડપે બધા પાછા હઠવા લાગ્યા. સવાર પડી. અંગ્રેજ સેનાપતિ અચંબામાં હતો. બૉબ કેવી રીતે ફૂટ્યો એ સમજાતું ન હતું. ઘણી ગડમથલ કરી, પણ કશું સૂઝતું ન હતું. અજવાળું થતાં અંગ્રેજ સેના આગળ વધી. સૈનિકોએ ગઈકાલની જગ્યાએ તપાસ કરી. તેઓ ખબર લાવ્યા. સેનાપતિને કહ્યું, “અરે ! એક બાળકનું એ કામ હતું. એણે સેનાનો આટલો કચ્ચરઘાણ કાઢયો. છાતી પર બૉબ બાંધીને ટેન્ક આવતાં એની આગળ કૂદી પડ્યો. ટેન્ક જેવી એના પરથી પસાર થઈ કે ધડાધડ બોંબ ફૂટ્યા ! ધડાકા સાથે જ ટેન્ક, સૈનિકો અને બાળક સહુ કોઈ પળવારમાં ખતમ થઈ ગયાં.” અંગ્રેજ સેનાપતિ સડક થઈ ગયો. એક નાનકડા બાળકે દુનિયાભરમાં નામના ધરાવતી અંગ્રેજ સેનાને *,* * - 0 0 City al" \i[ { 0 0 0 0 0 0 0 રણગાડીની આગળ કોઈ કૂવું -0. ૩૮ -0-0-0-0-0-0-0- હૈયું નાનું, હિંમત મોટી ખૂન આપો, આઝાદી મેળવો 0 -0-0-0-0-0 – ૩૯ c: backup-l\drive2-1\Bready Haiyuna.pm5 Page #22 -------------------------------------------------------------------------- ________________ થંભાવી દીધી, ડરાવી દીધી. એની બહાદુરીથી આખી ટેન્ક ઉડાડી દીધી. કેટલાય સૈનિકોનો ખુરદો વાળી નાખ્યો. નેતાજીને આ ખબર મળી. ન બાળકના નામની કોઈ ખબર. ન એના ગામની કોઈને ખબર. આઝાદીના લડવૈયાને વળી નામ શું ? એને ગામ શું ? બાર વર્ષના બાળકની વીરતાની વાત સાંભળતાં નેતાજીની આંખ આંસુથી છલકાઈ ઊઠી. રૂંધાયેલા અવાજે તેઓ બોલ્યા, “જે દેશમાં આવા સરફરોશ બાળકો છે, તે ભારતને | હવે દુનિયાની કોઈ પણ તાકાત ગુલામ રાખી શકશે 0 0 0 0 0 0 0 0 40)-0-0-0-0-0-0-0- હેયું નાનું, હિંમત મોટી 00000000000 c: backup-I\drive2-1 Bready Haiyuna.pm5