Book Title: Gunanurag Kulak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008574/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E 怎麼那麼慈必然恩慈號並巡難民怒要想麼破使整器監聽聽聽聽聽冰樂趣部落 除径: cess 3三是 or 各卷卷长。 श्रीमद् बुद्धिसागरजी ग्रन्थमाळा, ग्रन्थाक ११. 当当当当当容器22:393333993 गुणानुराग कुलक વિવેચનકારક ચાગનિષ્ઠ મુનિમહારાજ શ્રી બદ્રિસાગરજી. પ્રસિદ્ધ કર્તા, શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ. - 《L, elegally PURE Ella。 2. DAN MY FRO M 記證證並立游略必感並密西西認並的必說盡所能這 WIDWOWO)MANBIRDYSODISP B20208290 T0000DDDDDDDIN989999.04. 12.09% d it pidClouisionsta36060202Motos titlinessic SBS sitishinesersitectionsed desided thesideos 60515555称Hindows it 30 Souliang00 要理张明私歷鎮德慈配盟裝照路麼要飛观整理整頓與那原廠聽职职聽聽聽聽观麼麼麼麼麼麼麼麼麼麼麼处张杰路亞歷歷 lafe a 50.HH 2000。 અમદાવાદ, ધી જ ડાયમંડ જ્યુબિલી ” પ્રીન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું. He a——。 ASUS 《NAN 201240x4998 .A.BAI.COM 199339号》的经过 D CHROUNTA-20101080908986248MMON AC WEB2%AD UPS :当当当当当当当当等 For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે માત્ર જીજ નકલેજ શીલક છે માટે હેલા તે પહેલા. મલયાસુંદરી.. (રચનાર ૫'ન્યાશ કેશરવિજયજી.) કૃત્રીમ નૈવેલાને ભુલાવનાર, તત્વજ્ઞાનને સમજવનાર, કર્મની વિચીત્ર ગતીના અપુર્વ નમુનો એ આ ગ્રન્થ હોવાથી તેની ૧૨૦૦ નકલો જુજ વખતમાં ખપી ગઈ છે. કીમત માત્ર ૦–૧૦–૦. બુદ્ધિપ્રભાના ગ્રાહકો માટે કી. ૦–૬–૦ રાખવામાં આવી છે. પણ જે ગ્રાહુકાનું લવાજમ વસુલ આવ્યું હોય તેને જ તે કીમતે મળે છે. - બુદ્ધિપ્રભાના ગ્રાહક થનારને આવી રીતે કેટલાક ખીજ લાભો પણ અપાય છે માટે તેના ગ્રાહુક ના હાવ તો જરૂર થાઓ, મીત્રોને થવા ભલામણ કરી. એક પંથ બે કાજ સરે છે. બાડગને સહાય કરવાનું પુણ્ય હાંસીલ થાય છે અને સજ્ઞાનનું વાંચન મળે છે. લખેા. જૈન બોર્ડીંગ અમદાવાદ. છે. નાગારીસરાહુ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir dodatne WOW PAOLO www/wwwroom કાફિર “હલ્સફિક 400. 0 છે ___ श्रीमद् बुद्धिसागरजी ग्रन्थमाळा. ग्रन्थाक ११. 99993333299999999999999999999999999999 00.000.000. 0 गुणानुराग कुलक. warm review of 00 વિવેચનકાર, યોગનિષ્ઠ મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી. ANDORRA પ્રસિદ્ધ કર્તા, શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ. હા. લલ્લુભાઈ કરમચંદ દલાલ. ANADADA. two sidy of liff www to order to/d/or idli rewar #img/wજ આવૃત્તિ ૨ જી.-પત ૨૦૦૦. . . અમદાવાદ, ધી “ડાયમંડ જ્યુબિલી” પ્રીન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું. કિંમત ૦–૧–૦. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रस्तावना. - - જગતમાં કોઈના કોઈ ગુણ ખીલ્યા હોય છે અને કેઈનામાં કઈ ગુણ ખીલ્યા હોય છે. અનેક દોષોને નાશ થતાં અનેક ગુણ ખીલે છે. કોઈ પ્રાણીમાં ગુણે વિશેષ હોય છે તે દે થોડા હોય છે અને કોઈનામાં દે વિશેષ હોય છે અને ગુણે થોડા હોય છે. વિવેક દષ્ટિધારકે દેને ટાળી ગુણે ગ્રહણ કરવા. જેનામાં એક પણ ગુણ હેય તે તેની પ્રશંસા કરવી. દેષની નિંદા કરવી નહીં. સમ્યકત્વધારી ગુણોને ગ્રહણ કરે છે તેની દૃષ્ટિએ ગુણ દેખાય છે. કેઈનામાં અવગુણુ દેખી આશ્ચર્ય પામવું નહિ કારણકે અવગુણે તે અનાદિકાળના છે. ગુણેને દેખી આશ્ચર્ય પામવું. - સગુણોને દેખનાર જીવ ખરેખર મુકિતમાર્ગ સમુખ થાય છે. કદાપ્રહ અને દૃષ્ટિરાગમાં ફસેલા છે બીજાના ગુણોને પણ દોષરૂપે ગણે છે. આત્માથી જેમાં સગુણ દષ્ટિને ગુણ ખીલવાથી તેમની દિવ્યઆંખે સત્ય દેખાય છે. સગુણ દષ્ટિધારકે સગુણી પુરૂના ગુણોનું બહુમાન અને પ્રશંસા કરે છે માટે આવા ઉત્તમ ગુણની ખીલવણી માટે સાધુઓએ, સાધ્વીઓએ, શ્રાવકોએ અને શ્રાવિકાઓએ સદ્ગુણદષ્ટિ ધારણ કરવી. દરેક ધર્મ પાળનારાઓ જે આ પુસ્તક વાંચી સદ્ગુણ દષ્ટિ ધારણ કરશે તે તેમના આત્માની ઉન્નતિ કરશે અને અને અનન્ત આનન્દમય પરમાત્મપદ પ્રાપ્ત કરશે. સર્વ આત્માઓની સગુણદષ્ટિ ખીલે એજ આશી: મુ. સુરત, ગોપીપુરા–બુદ્ધિસાગર, For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्रीमद् बुद्धिसागरजी कृत. गुणानुराग ग्रन्थनुं विवेचन. Acharya Shri Kailassagarsuri Gyanmandir सयल कल्लाण निलयं, नमिउणं तित्थनाह पयकमलं; परगुणगहणसरूवं, भणामि सोहग्ग सिरि जणयं. ગુણાનુરાગથી થનાર તીર્થંકરને મગલાચરણમાં નમસ્કાર કરે છે. ॥ ? ॥ સકલ કલ્યાણુના આશ્રયરૂપ તીર્થનાથ ભગવાનના પદકમલને નમસ્કાર કરીને સાભાગ્ય લક્ષ્મીને આપનાર પરગુણ ગ્રહણુસ્વરૂપને કહું છું-તીર્થંકર ભગવાનના આત્માએ પૂર્વ જન્મેામાં પરગુણાના સામી દ્દિષ્ટ કરી હતી. પરના અવગુણા દેખતાં જાણતાં છતાં પણ ક્રાઈની આગળ તે પ્રકાશ્યા નહોતા, તેમ કરવાથી પાતાને તથા પરને કાંઈ લાભ નથી. તેમ ભગવાનના આત્માએ પૂર્વ ભવમાં જાણ્યું હતું. પરના ગુણમાં લક્ષ્ય રાખી તે ભગવાન તીર્થંકર થયા, માટેજ તેમને નમસ્કાર કરવા ઉચિત છે. તેઓશ્રી કૈવલજ્ઞાનથી સર્વના દેષા જાણતા હતા, તાપણુ કાર્દની આગળ કાઇના દોષ કહેતા નહાતા. તેમજ દોષીતે તું દોષી છે એમ કહેતા નહોતા. કાઈના આત્માને ખોટું લાગે એવું કૈવલજ્ઞાન થયા છતાં પણ ખેલતા નહાતા; જ્યાંત્યાંથી પણ સદ્ગુણ દૃષ્ટિથી ગુણેા લેવા, હજારા અવગુણુ મૂકીને એક મનુષ્યનામાં રહેલા એક ગુણ લેવા, કારણ કે ગુણી થવું હોય તા ગુણુ દેખવાનીજ ટેવ પાડવી, એમ ભગવાન સમવસણમાં એસી કહેતા હતા. એવા ભગવાનનું સ્મરણ નમન કર્યાથી આત્મામાં સદ્ગુણા પ્રગટે છે, માટે તેમને નમસ્કાર કરવા યાગ્ય છે. જ્યાંત્યાં ગુણુ દેખવાથી ગુણદૃષ્ટિ ખીલે છે અને અવગુણ દૃષ્ટિને નાશ થાય છે. આઠ કર્મ એજ અવગુણુ છે. વિચારા કે આઠ કર્મ કાને નથી લાગ્યાં, જેને આઠ કર્મ લાગ્યાં છે તેટલા અવગુણી છે. ત્યારે અવગુણુ દેખનારને પણ આઠ કર્મ લાગ્યાં છે ત્યારે તે પોતે અવગુણ ઠરે છે, અને અવગુણ દેખે છે, પ્રકાશે છે, તેથી કંઇ આત્મકલ્યાણ થતું નથી. માટે ભગવાનને નમસ્કાર કરી ભગવાને જેમ પૂર્વભવામાં ગુણાનુરાગ ધાર્યો હતા, તેમ ગુણાનુરાગ ધારણ કરવા જોઇએ. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માયાउत्तम गुणाणुराओ-निवसइ हिययमि जस्स पुरिसस्स आतित्थयर पयाओ-न दुल्लहा तस्स रिद्धिओ ॥२॥ ભાવાર્થ–જે પુરૂષના હૃદયમાં ઉત્તમ ગુણાનુરાગ હોય છે, તે ભ - વ્યાત્મા તીર્થંકરની સર્વોત્તમ પદવી પ્રાપ્ત કરે છે, તેને ઉત્તમ ગુણાનુરાગથી સર્વ કેઈપણ પ્રકારની રૂદ્ધિઓ દુર્લભ નથી, સર્વ પ્રકાપદવીઓ મળે છે. * રની ઉત્તમ પદવીઓનું કારણ ગુણનુરાગ છે. કઈ પણ પદાર્થની પ્રાપ્તિમાં તેના ઉપર થતે રાગજ પ્રથમ હેતુભૂત છે. રાગ બે પ્રકાર છે, પ્રત્યા અને બીજો સંઘરાયા. અપ્રશસ્યરાગ છે તે ક્ષણિક પદાર્થો પર થાય છે, અપ્રશસ્યરાગથી આત્માની ઉન્નતિ થતી નથી. બાહદુનિયાના પદાર્થો કે જે ક્ષણિક છે, તેના ઉપર બ્રાંતિથી પિતાના માની રાગ ધારણ કરવાથી આત્મા પ્રતિદિન ક્રોધાદિક શત્રુઓના વશમાં પડે છે અને કર્મની વણાઓ ગ્રહણ કરે છે, રજોગુણ અને તમોગુણમાં પ્રવેશે છે, સત્વગુણને પ્રાપ્ત કરી શકતા નથી, મિથ્યાત્વભાવને ધારણ કરે છે, સુખને બદલે અપ્રશસ્યરાગથી દુઃખ પેદા કરે છે. જરા માત્ર શાંતિ મળતી નથી. માટે સ્વમ સમાન ક્ષણિક પદાર્થમાં રાગ કરવાની કોઈ જરૂર નથી. આ જગતમાં સત્ય આનંદમય આત્માઓ છે. આત્માના અનંતગુણે છે, કામ ક્રોધાદિ અવગુણેને ભૂલી જઈ જ્યાં દેખવું ત્યાં આત્માના સંતોષ, સમતા, વિવેક જ્ઞાન આદિ ગુણોને રાગ કરે. બાળક કે વૃદ્ધ ગમે ત્યાં ગુણ હોય તેને જોવા, ગુણને રાગ કરવાથી અવગુણ ઉપર ચિત્ત જશે નહિ. પ્રથમ સાધક અવસ્થામાં ગુણના રાગની જરૂર છે. ગુણના રાગના ઉત્તમ સંસ્કારો પાડવાથી ફરીથી થનાર જન્મમાં તે ગુણે સ્વયમેવ આભામાં પ્રગટે છે. સાધને પણ ગુણાનુરાગને વધારનાર પ્રાપ્ત થાય છે. જે જે રૂદ્ધિઓ દુર્લભ હોય છે તે પણ ગુણાનુરાગીને સહેજ મળે છે. ગુણાનુરાગી અન્ય ઉપર સારાભાવથી જુએ છે તેથી તેના ઉપર પણ અન્ય જીવો સારા ભાવથી જુએ છે, “જેવી કરણી તેવી પાર ઉતરણી,” “જેવું વાવો તેવું લણશે.” તાત્પર્યર્થ કે ગુણાનુરાગથી ઉત્તમ પદવીઓ મળે છે. જરા તે પ્રમાણે વર્તી જુઓ. માથા ते धन्ना ते पुन्ना, तेस पणामो हविज महनिचं जेसिं गुणानुराओ, अकित्तिमो होइ अणवरयं.. ॥३॥ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ગુણાનુરાગીને સદા નમકાર ગ્રંથકાર કરે છે. www.kobatirth.org ૩ ભાવાથે—એને હંમેશાં અકૃત્રિમ ગુણાનુરાગ રહે છે, તેને ધન્ય છે. તેઓ પુણ્યવંત છે, તેને મ્હારા સા પ્રણામ હજો, ગુણાનુરાગ કરવાથી ધન્યવાદ પ્રાપ્ત થાય છે. કૃત્રિમ અનુરાગ કરવા ઘટે છે. ઉપર ઉપરથી સ્વાર્થ વા કપટબુદ્ધિથી કેટલાક ગુણાનુરાગના ડાળ ધારણ કરે છે, અને સ્વાર્થ સરે છે, એટલે અપવાદ ખેલવા મંડી જાય છે. કેટલાક પુરૂષા કાઈપણ પ્રકારની સ્વાર્થમુદ્ધિ વિના માગાનુસારીપણાથી ગુણાને રાગ ધારે છે, તેવા પુરૂષોને ધન્યવાદ ઘટે છે. જે પુરૂષો શત્રુ થઇને માર માર કરતા આવેલા પુરૂષોના પણ છતા ગુણના રાગ ધારે છે, પ્રાણાંતે શત્રુના પણુ અવગુણી ખેાલતા નથી તેઓને સદાકાળ નમસ્કાર થાએ. જેની સાથે પ્રેમ હાય છે તેના ગુણાને તે રાગ થાય છે, પણ જેના ઉપર પ્રેમ ન હેાય પ્રતિપક્ષી હાય તેના ગુણાના રાગ થવા એ કાંઈ સામાન્ય વાત નથી. ક્રાઇ પોતાની નિંદા કરવા મંડી જાય છે, ત્યારે આપણે તેના દોષ। પ્રકાશીએ છીએ, ચીડાઇએ છીએ તેનું પુરૂં કરવા બાકી રાખતા નથી. તેના ગુણા પણ અવગુણુ રૂપે ભાસે છે, એમ વિચાર કરતાં સમજાશે. આ ઉપરથી કહેવાનું કે અવગુણીમાં પણ કાઈ ગુણુ હેાય વા શત્રુમાં પણ કાઇ ગુણુ હાય તો તેને રાગ કરવા કઈ સામાન્ય ગુણુ કહેવાય નહીં, સદાકાળ ગુણાનુરાગ એક સરખા ધારણ કરવા જોઇએ, વિશેષ શું? ગુણાનુરાગમાં સર્વ સમાય છે તે જણાવે છે. બહુ ભણવા વગેરેથી શું ? ફક્ત એક ગુણાનુરાગ ધારણ કરવા યાગ્ય છે, Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાથા. 118 11 किं बहुणा भणिएणं, किंवा तविएण किंवा दाणेणं; इकं गुणानुरायं, सिक्खह सुख्खाण कुलभवणं. ભાવાર્થ—ઘણું ભણવાથી, ઉગ્ર તપ કરવાથી કે અતિ દાન દેવાથી કંઇ વળવાનું નથી. સર્વ સુખાનું સ્થાન એવા ગુણા નુરાગને શીખા, અર્થાત્ ગુણાનુરાગ ધારણ કરવાની ટેવ પાડા, અનેક વિદ્યાના અભ્યાસ કર્યો હાય તા પણ અભિમાન–નિ ંદાદિક દોષો જતા નથી. વાચ વિદ્યાયન = મેભૂત ઇત્યાદિ દોષોને નાશ ગુણાનુરાગ વિના થતા નથી. વિદ્વાને! પરસ્પર એક ખીજાની વિદ્વતાનું ખંડન કરે છે. એક વિદ્વાન પ્રોફેસર થઈને પણ જ્યાં ત્યાં દોષો ગ્રહણ કરવા પ્રયત્ન કરે છે. ગુણાનુરાગ વિનાના વિદ્વાન પેાતાની વડાઇ અને પરની હલકાઇ કરવા અનેક પ્રકારના For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ४ ડાળ કરે છે, વિદ્વાન હોય અને ગુણાનુરાગી હેય તો દૂધમાં સાકર ભળવા ખરાખર છે. ગુણાનુરાગી વિદ્વાન દષ્ટિરાગમાં સાતા નથી તેથીજ તેવા વિદ્વાન વીતરાગના ગુણાને ગ્રહણ કરી શકે છે. કારણ કે તેને મ્હારૂં તે સારૂ લાગતું નથી પણ સારૂ તે મ્હારૂ એવું લાગે છે. ગુણાનુરાગી વિદ્વાન વીતરાગનાં વચના સત્ય જાણી શકે છે અને તેને આદર કરી શકે છે. જૈનધર્મનાં અદ્ભૂત રહસ્યાને ગુણાનુરાગી વિદ્વાન સદહે છે. બહુ તપશ્ચર્યા કરનારા પણ ગુણાનુરાગ વિના એક ખીજાના ગુણ સાંખી શકતા નથી. ક્રોધાગ્નિમાં સંતપ્ત રહે છે, તપનું અજીરણ ક્રે।ધ એ કહેવતની સિદ્ધિ ગુણાનુરાગ વિના થાય છે, જો ગુણાનુરાગ પ્રગટે છે તો તપશ્રયાનું મૂળ બેસે છે. ક્રોધની શાંતિ થાય છે. સદ્ગુણુની રૂચિ ધારણ કરનાર, પોતે સુખી થાય છે. તપશ્ચર્યાની અનેક લબ્ધિ પ્રાપ્ત થવા છતાં પણ ખીજાના ગુણ દેખવાથી કાઇને શ્રાપ આપી શકાતા નથી, ઉલટા ગુણાનુરાગથી તપશ્ચર્યા ગુણ ખીલે છે. કર્તા ગુણાનુરાગ વિના ધર્મ કરણીની નિષ્ફળતા ખતાવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણાનુરાગ વિના દાનથી પણ અન્ય સગુણા પ્રાપ્ત થતા નથી. ગુણાનુરાગી દાનેશ્વરી લઘુતાને ધારણ કરે છે, ઇર્ષ્યા આદિ દેષોને તે નાશ કરી શકે છે, જગમાં દાનને આપતો છતા પણ દાની મનમાં મલકાતા નથી, ગુણાનુરાગથી દાન ગુણ પ્રતિદિન વૃદ્ધિ પામે છે, માટે ગુણાનુરાગની અત્યંત આવશ્યકતા છે, ॥ ૢ || जइवि चरसि तव विजलं, पट्टसि सुयंकरिसि विविहकठ्ठाई; न धरसि गुणाणुरायं, परेसु ता निष्फलं सयलं. ભાવાથે—જોકે તું ભારે ઉગ્રતપ કરે અને શાસ્ત્રો ભણે તથા અનેક પ્રકારનાં કષ્ટો સહન કરે પણ તેથી તું અનેક સ ્ ગુણાથી ઉચ્ચ થવાનેા નથી, કારણ કે તું ગુણાનુરાગ ધારણ કરતો નથી. પરના ઉપર ગુણાનુરાગ વિના તપ, વિદ્યા અને ધર્મકમ્પ્ટા પણ કંઈ ફળ આપતાં નથી, ગુણાનુરાગ વિના અન્યની તપ શક્તિપર ા આવે છે, તેમજ અન્ય પુરૂષોએ શ્રુતજ્ઞાન મેળવ્યું હોય છે તેપણ તેપર રાગ થતા નથી. તેથી શ્રુતજ્ઞાનરૂપ ગુણ આત્મામાં પ્રગટ થતા નથી. વિવિધ પ્રકારના કષ્ટો પણ ગુણાનુરાગ વિના કર્મના નાશ કરી શકતાં નથી, જ્યારે વસિષ્ઠ ઋષિપર વિશ્વામિત્રને ગુણાનુરાગ પ્રગટયા ત્યારે વસિષ્ઠના સર્વ ગુણો વિશ્વામિત્ર દેખી શકયા, એક તરફ્ ગુણાનુરાગ અને બીજી તરફ ખાદ્યુતપ બન્નેને તાળવામાં આવે તે પણ ગુણાનુરાગને પહેાંચી શકે નહિ, માટે ગુણાનુરાગ ધારણ કરવા એજ હિતશિક્ષા છે. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सोऊण गुणुक्करिसं, अन्नस्स करेसि मच्छरं जइवि; ता नूणं संसारे, पराहवं सहसि सव्वत्थ. ॥६॥ ભાવાર્થ–પરના ગુણને ઉત્કર્ષ શ્રવણ કરીને જે તું ઈર્ષા ધારણ કરીશ તે તું સર્વત્ર પરાજય પામીશ, પરના ગુણ ગુણાનુરાગ વિના અધઃ- સાંભળી શા માટે અદેખાઈ કરવી જોઈએ; અદેખાઈ પતન થાય છે. * * કરવાથી તે ઉલટા આત્મામાં તેવા ગુણો પ્રગટી શકતા નથી. રિએ પાંડવોની અદેખાઈ કરવામાં કાંઈ બાકી રાખી નથી, પણ તેમના જેવા ગુણો તે પ્રાપ્ત કરી શક્યા નહિ. તેમજ શ્રીપાલ રાજાની અદેખાઈ પણ ધવલ શેઠે ઘણી કરી, તેથી ધવલ કંઈ સુખી થયો નહિ, ઉલટો મૃત્યુ પામ્યો. મહાત્માઓના ગુણની અદેખાઈ કરી કાણુ પુરૂષો સુખી થાય છે અને થવાના છે; ઈર્ષાળ પુરૂષ સદાકાળ પારકાના ગુણ દેખી ચિત્તમાં બળ્યા કરે છે, તેને સુખે ઉઘ આવતી નથી. ઇર્ષાળુ મનુષ્ય કદી ઉચ્ચ ગુણેને ધારક બનતું નથી, ઊલટો તે દુર્ગણોને ધારણ કરનાર બને છે. જ્ઞાની પુરૂષ એમ કહે છે કે પરના ગુણ સાંભળી ખુશ થાઓ, પરમાં અણુ જેટલો ગુણ હોય તેને પર્વત સમાન ગણીને તેની સ્તુતિ કરે એજ આ જગતની અંદર ઉચ્ચ થવાનું પગથીયું છે. મસરી પુરૂષ અધ્યાત્મ માર્ગ સન્મુખ થઈ શકતા નથી, કારણ તે બ્રાહ્યદૃષ્ટિથી દેખી શકે છે. અંતર દષ્ટિથી દેખતાં ઇદેષ રહેતા નથી, કારણ કે અંતરાત્મા પિતાના આત્મા સમાન અન્ય આત્માને ગણે છે. અંતરાત્મા, દેષ અને ગુણેને યથાર્થ નિર્ણય કરી શકે છે, તેથી તે દેષમાં સપડાતું નથીમાટે ઈર્ષ દેષ નાશ કરવા પ્રયત્ન કરવો જોઈએ, ખરેખર ઈર્ષથી છ કષ્ટ પામ્યા પામે છે અને પામશે. ઈદેવના સભાવથી જીવો, પરાજય ભૂતકાળે પામ્યા, સાંપ્રતકાળમાં પામે છે, અને ભવિષ્યમાં પામશે. . गुणवंताण नराणं, ईसाभर तिमिर पूरिओ भणसि; जइ कहवि दोसलेसं, ता भमसि भवे अपारंमि. ભાવાર્થ- અરે આત્મા. જે તું ગુણજના લેશ માત્ર દેશને ઈ થી કહીશ તે ખરેખર અપાર એવા સંસારમાં ગુણીજનને લેશ માત્ર એક આ પરિભ્રમણ કરીશ. ઇર્ષથી અંધ બનેલા પુરૂષે ઘુવપણું દેષ નેવે નહિ તે બતાવે છે. ડની પેઠે જ્યાંત્યાં સગુણરૂપ સૂર્યને દેખ્યા વિના પરિભ્રમણ કરે છે. સજજન પુરૂષની અંદર સરસવ જેટલે દેવું હોય તે મેરૂ પર્વત જેટલું કહી બતાવે છે અને ઈર્ષાળુઓ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અછતાં આળ પણ ગુણીજના પર મુકવા અચકાતા નથી, ગુણી પુરૂષોના ગુણ દેખવાને ઇર્ષાળુઓની સદ્ગુણ દૃષ્ટિ બંધ થયેલી હાય છે. ધન્નુર ભ ક્ષકની પેઠે તે ગુણાતે પણ વિપરીતપણે દેખ્યા કરે છે, ઇધાળુએ કાઇની પ્રશ'સા સાંભળે છે તે! તે ઉપર લક્ષ ન રાખતાં, સામા પુરૂષોની અંદર કયા દુર્ગુણ છે તેજ જોવામાં ધ્યાન રાખ્યા કરે છે. સમતિજીવ પરના સદ્ગુણો જોવામાંજ દૃષ્ટિ રાખે છે, ત્યારે તે ( ઇર્ષાળુ ) પરના અવગુણ દેખવામાં દૃષ્ટિ રાખે છે. જેમ કાગડા ચાંદાં દેખે છે તેમ ઈવાળુ પારકા અવગુણ દેખે છે. પોબળથી અંધ બનેલે પુરૂષ અનેક અવગુણાને ધારણ કરતા છતા તથા અષ્ટ કર્મીની વર્ગણાને ગ્રહણ કરતા થકા ચોરાશીલાખ જીવયેાનિમાં પરિભ્રમણ કરે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir जं अन्भसेई जीवो, गुणं च दोषं च इत्थ जम्मंसि; तं परलोए पावर, अभ्भासेणं पुणो तेणं. ભાવાર્થ ગુણ કે દેષ એ બેમાંથી જેને અભ્યાસ થાય છે તે પરભવમાં પમાય છે. || 2 11 આત્મા આ ભવમાં ગુણ કે દ્વેષ એ બેમાંથી જેને અભ્યાસ કરી શકે છે તે પરલેાકમાં પામે છે, તે આ ભવમાં સદ્ગુણાના વિશેષ અભ્યાસ કરવામાં આવે છે તે પરભવમાં વિશેષત:સદ્ગુણા ખીલી શકે છે અને દાષાને વિશેષતઃસેવવામાં આવે છે તે પરભવમાં દેષાજ પ્રગટે છે, જે પ્રકારના ગુણને અભ્યાસ કરવામાં આવે છે તે પ્રકારને ગુણ પ્રકટી શકે છે. ધારો કે એક મનુષ્ય આ ભવમાં ધૈર્ય અને વિનય એ એ ગુણને વિશેષ અભ્યાસ કરતા હાય અને કંજુસાઈ દોષને સેવતા હોય છે તે પરભવમાં અવતાર લેતાં તેનામાં ધૈર્ય અને વિનય ગુણ પ્રગટે છે, પણ કે જુસાઈ હૃદયમાં આવે છે. કેાઈ મનુષ્ય આ ભવમાં દયાવંત હોય અને લાભદોષનું વિશેષતઃ સેવન કરતા હોય છે તે પરભવમાં દયાવંત થાય છે, પણ લેાભી વિશેષ દેખવામાં આવે છે. કાઈ આ ભવમાં પરોપકારી વિશેષત: હાય પણ મૈથુનની ઇચ્છા વિશેષ હોય છે તે પરભવમાં અવતાર પામતાં પરાપકારના ગુણુ સ્વભાવે ખીલે છે, પણ કામની ઇચ્છાથી તે કામી અત્યંત ગણાય છે. આ ભવમાં જો ચારિત્ર પાળવાના વિશેષ અભ્યાસ હાય, ચારિત્રઉપર વિશેષ રાગ હોય છે. તે પરભવમાં તે પુરૂષને ચારિત્ર ત્વરિત પ્રાપ્ત થાય છે, કાઇ મનુષ્યતે આ ભવમાં સાધુ થવાના વિશેષ ગુણાનુરાગ હોય છે તેા પરભવમાં સાધુ થવાની તીવ્રેચ્છા ધરાવે છે અને તે સાધુ થઈ શકે છે. જો આ ભવમાં સમ્યકત્વધર્મ ઉપર વિશે For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 19 Acharya Shri Kailassagarsuri Gyanmandir પતઃ ગુણાનુરાગ હાય છે તે પરભવમાં હેતે સમ્યક્ત્વગુણ વિશેષતઃ પ્રાપ્ત થાય છે, જો આ ભવમાં જન સાધુ ઉપર અરૂચિ થાય છે તે પરભવમાં સાધુ ઉપર અરૂચિ ઉત્પન્ન થાય છે. જો આ ભવમાં દેવની પ્રતિમા ઉપર દ્વેષ થાય છે, તેા પરભવમાં દ્વેષના અભ્યાસથી પ્રતિમા [ મૂર્તિ ] ઉપર દ્વેષ થાય છે. પ્રતિમાનું ખંડન કરવાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આ ભવમાં અનેક પ્રકારના મનુષ્યેામાં ભિન્ન ભિન્ન ગુણે! દેખવામાં આવે છે, તેનું કારણ તેઓએ પૂર્વ ભવામાં તે તે સદ્ગુણાને વિશેષતઃ અનુરાગ કરી તે તે ગુણાને સેવેલા હવા જોઇએ. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ભવ્યાત્માએએ સદ્ગુણુના વિશેષતઃ રાગ કરવા જોઇએ. દેવ, ગુરૂ, ધર્મ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ધ્યાન, સમાધિ આદિગુા ઉપર તીવ્ર ગુણાનુરાગ કરવા કે જેથી પરભવમાં તે ગુણી વિશેષતઃ ખીલી શકે. અંતે સંપૂર્ણપણે ખીલતાં પરમાત્મપદ પ્રાપ્ત થાય. जो जंपर परदोसे, गुणसयभरिओवि मच्छर भरेण; सो विउसाण मसारो, पलाल पुंजव्व पडिभाइ. 118 11 ભાવાર્થ—સેંકડા ગુણથી ભરેલા એવા પણ કાઇ મનુષ્ય ઈષ્માભરથી પારકાના દોષો ખેાલતા તે આટલા બધા ઉચ્ચ ગુણી પણ પરદેષ વદતાં છતાં પણ પંડિત ગુણી પુરૂષોમાં અસાર પલાલ પુંજની છતાં નિર્માલ્ય ગણાય છે. પેડે શાભે છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે પરની અંદર છતા વા અતા દોષોને ખેલવાથી હલકાઇ પ્રાપ્ત થાય છે, પણ કંઇ આત્મલાભ થતા નથી. જ્ઞાનિ પુરૂષષ કહે છે કે પોતે લાખા ગુણથી ભયા હોય, તેાપણુ જો પારકાના દેષ ખેલવાની ટેવ ન ગઇ તો તે સર્પની પેઠે ભયંકર લાગે છે, પલાલપુંજની પેઠે અસાર લાગે છે. મનુષ્ય સર્વ અંગે સુંદર હોય પણ જો નાકે ચાઠું હાય છે તે તે ખરાબ લાગે છે. તેવીજ રીતે ગમે તેવા જ્ઞાની હાય, પ્રતિછિત હાય, તાપણુ પરના દોષ ખાલવાથી ખરાબ લાગે છે, એ એમ માને છે કે હું સારૂં કરૂં છું, પણ તેથી તે પોતાનું અને પરનું અહિત કરે છે, કારણ કે અવગુણ ખેાલવાથી પોતાનું તા પ્રત્યક્ષ અહિત થાય છે તેવીજ રીતે અન્ય પુરૂષો તેની કહેલી વાત સાંભળીને અરૂચિવાળા બને છે, તેથી તેઓ ગુણાને પણ લેઇ શકતા નથી. એક સરોવરમાં પેઠેલા પાડે, પાણી ડહોળી નાખે છે તેથી પોતે પણ નિર્મળ જળ પી શકતા નથી અને અન્ય પશુઆને પણ જળ પીતાં વિશ્ર્વ કરે છે, તેથી પાડેા ગાંડા ગણાય છે તેવી For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ८ દુષ્ટ ભાવથી છતા વા એ છતા દોષા ગ્રહણ કરવા છતાં પાપાત્મા અને છે. રીતે શ્ર નામના મનુષ્યમાં પચ્ચીશ ગુણ છે અને એક દોષ છે. હ્ર નામનેા પુરૂષ ગ નામના પચ્ચીશ ગુણી સામું જોતા નથી અને એક દોષ દેખી જગમાં જ્યાં ત્યાં નિંદા કરતા ક્રે છે, તેથી પરિણામ એ આવે છે કે તે આની સાથે વેર ઝેર ખાંધે છે. મને દોષ દૂર કરી શકતો નથી, પચ્ચીશ ગુણ લેઇ શકતા નથી અને અન્ય પુરૂષોને પચ્ચીશગુણ લેવામાં વિશ્વ નાંખે છે, માટે તે વિશ્ર્વ સ ંતેષી લેખાય છે. ૢ એમ ધારે છે કે રખેને કાઈ ાતા રાગી તે ? માટે તે એક દોષને ઉધાડે છે; પણ મના પચ્ચીશ ગુણાથી સર્વ મનુષ્યા એક દોષ છતાં પણ આકર્ષાય એમાં આ શ્રર્યું નથી. ની ધારેલી ધારણા નિષ્ફળ જાય છે અને લેાકમાં તે નિંદક ગણાય છે, માટે આ ઉપરથી સિદ્ધ થાય છે કે ગુણી પુરૂષ પણ અન્યના અવગુણુ ખેલત ખરાબ લાગે છે તે દુર્ગુણીનું તે શું કહેવું; તે સભ્યા સમજી શકશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ' जो परदोसे गिण्हइ, संतासंतेवि दुभावेणं; सो अप्पाणं बंधइ, पावेण निरत्यएगा वि. ભાવાર્થ—દુષ્ટભાવથી જે આત્મા, પરના છતા વા નહિ છતા દોષોને || o || ગ્રહણ કરે છે તે પાપ વડે પોતાના આત્માને નિરર્થક અંધનમાં નાંખે છે. પરમાં દોષ હોય તે પણ કહેવાની કંઈ પણ જરૂર નથી. ધારો કે 7 નામના પુરૂષમાં પંચ મહાવ્રતમાંના ચાર છે અને એક વ્રત નથી. અર્થાત્ તે વ્યભિચારી છે. ૪ નામના પુરૂષ તે જાણે છે અને આખા શહેરમાં તેની ખેતી કરવા જ્યાં ત્યાં ભકબકાટ કરે છે. આથી તે પાપ કર્મથી ૩ નામના પુરૂષ બંધાય છે, પણ કાંઈ તે કર્મથી છુટતા નથી; ત્યારે નાહક તેણે નિંદા કરી એમ સિદ્ધ થયું. નામના પુરૂષના નિદાના ખેલથી તે લેાકેામાં નિ ંદક ગણાય છે. તેને 7ની સાથે વૈર થાય છે. T નામના પુરૂષ તે દોષી હતા અને વાટે જતાં કછ વ્હારવાની પેઠે તે ક્લેશમાં ઉતરતાં રાજદ્વેષથી લેપાય છે અને તેનું અધ:પતન થાય છે. નિંદાના શબ્દો ખેલવાથી 7 સુધરતા પણ નથી, ઉલટા બગડે છે. સુધા રવાની રીતિ તો એ છે કે હેની આગળ તેવા ગુણાનું વર્ણન કરવુ. ખાનગીમાં હેને મેધ કરવા, મેધથી તેને આત્મા સુધરે છે, એવુ જાણી સ્ત્રીઓએ અને પુરૂષાએ પારકી નિદા કરવાની ટેવ વારવી. નિદક દોષોને ખેલે પાતે પાપ કર્મથી બંધાય છે અને પરને પણ પાપ કર્મમાં સા હાયી થાય છે. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra કષાયાગ્નિના હેતુઓને ત્યાગ બતાવે છે. www.kobatirth.org तं नियमा मुत्तव्यं, जत्तो उपज्जए कसायम्गी; तं वधुं धारिज्जा, जेणोक्समो कसायाणं. * ?? | ભાવાર્થ—જેથી કષાયરૂપ અગ્નિ ઉત્પન્ન થાય તેવું કાર્ય અવશ્ય ત્યાગવું જોઇએ, અને જેથી કષાયા દબાઇ જાય તેવું કરવું જોઇએ ક્રોધ, માન, માયા, લાભ, ઇષ્મા, કામ વગેરે કાયાના ઉત્પાત થાય એવા હેતુઓને ત્યાગ કરવા જોઇએ. પોતાને કષાયેા ઉત્પન્ન થાય અને પરજીવાને કષાયેા ઉત્પન્ન કરાવે એવી નિદા વગેરે દોષોના ત્યાગ કરવા જોઇએ, ગુણાનુરાગથી કપાયે ટળે છે. અર્થાત્ તેનું પ્રશસ્યપણે રૂપાંતર થાય છે, માટે જે જે હેતુઆથી કષાયેા ટળે તે તે હેતુએ આદરવા જોઈએ. સમતાને માદરવાથી કષાયાના નાશ થાય છે. રાગમાં પણ નહિ પડવું તેમ ્ષમાં પણ નહિ, આવી દશાને સમતા કહેવામાં આવે છે. આ દશા ઉચ્ચ છે અને તેના પહેલાંની ગુણાનુરાનની દશા છે. ગુણાનુરાગથી નિંદા—ચાડી વગેરે અનેક દોષો નાશ પામે છે, તેથી કષાયા પણ મદ પડે છે. જ્ઞાની પુરૂષો કહે છે ગુણાનુરાગ ધારણ કરવાથી કષાય કેવી રીતે શાંત થાય તે તમારા અનુ ભવમાં આવશે. કષાયાગ્નિને ક્ષમા જલથી શાંત કરવી. પરના અવગુણુ ન ખેલવાથી પરને પણ પાતાના નિમિત્તથી કષાયરૂપ અગ્નિ ઉત્પન્ન થતી નથી. ગુણાનુરાગનું એ ફળ છે. કર્તા, સર્વ પ્રયત્નથી નિંદા છેડી દેવાનું બતાવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir जइ इच्छइ गुरुपत्तं, तिहुयण मज्झमि अप्पणो नियमा; ता सव्वपयत्तेणं, परदोसविवज्जणं कुणह || ૧૨ || ભાવાર્થ—જો ત્રણ ભુવનમાં હે આત્મન હારે.ગુરૂ એવું પરમાત્મપદ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો સર્વ પ્રકારના ઉદ્યમથી પારકા દોષ જોવાના તથા ખેલવાના છેડી દે, પુરના દેાષા જોવાની તથા ખેલવાની જ્યાં સુધી ઈચ્છા છે, ત્યાં સુધી માગાનુસારિનાં લક્ષણા પણ પ્રાપ્ત થતાં નથી. તે સમ્યક્ત્વની શી વાત ? સમ્યક્ત્વવત આત્મા પોતાના દોષો જુએ છે અને કરવા પ્રયત્ન કરે છે. લાખા વા કરાડે! ઉપાય કરીને પણ પારકા દેષ ખેલવાની ટેવ ત્યાગવી જોઇએ, પારકા દોષ ખેલવાની ટેવ વાર્યા વિના ઉત્તમ થઈ શકાતું નથી. પુરૂષના ધમા તરફ જોતાં પણ એમ જણાય છે કે પારકા દોષો ખેલવા એ પુરૂષને છાજે નહિ, માટે પ્રાણાંતે પણ પરના દોષાં ખેલવા નહિ. તેના નાશ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir चउहा पसंसणिज्जा, पुरिसा सबुत्तमुत्तमा लोए; उत्तम उत्तम उत्तम, मज्झिम भावाय सव्वेसि. ॥१३॥ जे अहम अहम अहमा, गुरुकम्मा धम्म वज्जिया पुरिसा ते विय न निंदणिज्जा, किंतु दया तेसु कायव्वा. ॥१४॥ ભાવાર્થ ચાર પ્રકારના મનુષ્યો પ્રશંસવા યોગ્ય છે, સર્વોત્તમોતમ, ઉત્તમોત્તમ, ઉત્તમ અને મધ્યમ. આ ચાર ભેદવાળા ભારે કમી ની નિંદા મનની તે સદાકાળ સ્તુતિ કરવી જોઈએ. તેઓના કરવી નહિ તે અન્યની તે કેમ કરાય તે પુરૂષોના ગુણનું અનુકરણ કરવા ઉદ્યમ કરે, તેઓના ગણોમાં ભેદદ્વારા જણાવે છે. ચિત્તવૃત્તિ પરેવવી જોઈએ. ચાર પ્રકારના પુરૂષોનું ધ્યાન ધરતાં આત્મા ઉચ્ચ થતું જાય છે અને નીચે દેથી વિમુકત થાય છે. અધમ અને અધમાધમ એ બે તે ધર્મથી હીન અને ભારે કમી છો હેય છે, આવા ભારે કમ ની પણ નિંદા કરવી નહિ. પરંતુ તેઓ ઉપર કરૂણ બુદ્ધિ ધારવી જોઈએ. અધમ અને અધમાધમ છનાં આચરણ ખરાબ હોય છે, તેઓની સંગતિ હિતાવહ નથી, તે પણ તેઓની નિંદા ન કરવી જોઈએ. કેટલાક એમ કહેશે કે તેઓને લેકમાં હલકા પાડવા નિંદા કરવી જોઈએ. આના ઉત્તરમાં કહેવાનું કે-ત્રણ કાળમાં હલકે પાડવાથી કેઈ સુધર્યો નથી અને સુધરવાને નથી. વિદ્યા વા દાક્તરો જે એમ વિચાર કરે કે આપણે રેગીઓને હલકા પાડવા તેઓની નિંદા કરવી જોઇએ, કે જેથી ફરીથી રેગમાં ફસાય નહીં. શું આમ કરવાથી રેગીઓ રોગથી મુક્ત થવાને ? ના કદી નહીં. ઉલટું રેગીઓની સંખ્યામાં વધારે થવાને. તેવી જ રીતે મનુષ્ય એમ વિચારે કે દોષીઓની આપણે જગજાહેર નિંદા કરીશું એટલે દેશીઓ દેષથી રહિત થવાના પણ આમ કરવાથી પિલા દાક્તરની પેઠે થવાનું અને દેવીઓના દેષ દૂર થઈ શકશે નહિ. દાકતર વા વૈદ્યાની ફરજ છે કે રેગ અને રેગના હેતુઓ જે અટકાવી રેગીઓની પ્રેમ ભાવથી સારવાર કરવી, રોગીઓને આશ્વાસના આપવી, રેગીઓને ગમે તે રીતે નિરેગી કરવા પ્રયત્ન કરવો જોઈએ, એજ દાકતરોની ફરજ છે. દાક્તરોમાં રોગ મટાડવાની શકિત હશે તે રોગીઓ બાપજી કરતા કરતા તેઓની પાસે આવવાના અને પિતાની સર્વ હકીકત કહેવાના. દવા પણ કરવાના અને પથ્થ પણ પાળવાના, અંતે નિરોગી પણ થશે. તેવી જ રીતે દેવીઓ પણ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમે દેશી છીએ એમ જાણે છે, પણ તેઓની નિંદા કરે છે, તેની પાસે તે તે જતા નથી, ઉલટા તેનું પણ બુરૂ કરવા પ્રયત્ન કરે છે. ઢેડને અડનારો બ્રાહ્મણ પણ અભડાય તેમ દોષીઓના દોષ બેલનારા પણ તે તે દોષના પ્રસંગે સપાટામાં આવી જાય છે. દોષીઓની નિંદા કરનારાઓએ સમજવું કે અન્યની નિંદાનાં બણગાં ફુકવાથી ભંગીપણું પ્રાપ્ત થવાનું, અને દેવીઓને નિર્દોષ કરી શકવાના નથી. તમારામાં નિંદા કરવાને દેષ કાઢી નાખે, તમે નિંદા કોઈની પ્રાણુતે પણ નહીં કરે. એવી ઉત્કૃષ્ટ દશામાં રહેશે ત્યારે દેશીઓ પણ તમારું વર્તન, શુદ્ધ પ્રેમવાળું જોઈ તમે ઉપદેશ નહિ આપે તે પણ પિતાનું વર્તન સુધારવાના પ્રયત્ન કરશે, અને તેના ઉપાયે તમને પુછશે. પિતાના સર્વ દેષની હકીકત તમને કહેશે. તેઓ દેષથી મુક્ત થશે. એમ ખાત્રી રાખશે. ગંગાના જળે ગંદકીવાળા જળની નિંદા ન કરવી જોઈએ પણ મલીન જળને પિતાનામાં ગંગાનું જળ ભેળવશે એટલે મલીન જળ પણ નિર્મળ બની જશે, કાઈના પણ દેની નિંદા ન વદનાર તીર્થંકરે આદિ ઉત્તમ પુરૂષો છે, તેઓની સંગતથી હજારે છ દેવ મુક્ત થાય છે. દેષ બોલનારાઓને ભલામણ કે તમો પણ તીર્થંકરના જેવી યોગ્યતા મેળવે તે તુર્ત હજારો લાખ દેવીઓને તમે નિર્દોષી બનાવી શકશો. પણ હેનિંદકે! તમે પિતાનામાં રહેલા મેરૂપર્વત જેટલા મોટા દે જેતા નથી, કેઈની આગળ કહેતા નથી, રખેને કોઈ જાણે તે પ્રાણ જાય એમ વિચારે છે અને અન્યના દેષ જેવા તથા કહેવા મંડી જાઓ છે, વિચારો ! આ તમારી કેવી અધમતા? માટે યોગ્યતા પ્રાપ્ત કરે, ગંભીર બનો, અધમ અને અધમાધમ મનુષ્યની પણ નિંદા કરવાનું કર્મ છેડી દે– पञ्चं गुब्भड जुव्वणं, वंत्रीणं सुरहिसार देहाणं; जुवईणं मज्जगओ, सव्वुत्तम रूपवंतीणं. ॥१५॥ आजम्म बंभयारी, मणवयकाएहिं जो धरई सीलं; सव्युत्तमुत्तमो पुण, सो पुरिसो सव्व नमणिज्जो. ॥१६ ।। एवं विह जुवइगओ, जो रागीहुज कहवि इग समय बीय समयंमि निदइ, तं पावं सव्वभावेणं. ॥१७॥ जम्मंमि तम्मि न पुणो, हविज्ज रागो मणमि जस्स कया . सोहोई उत्तमुत्तम, रूवो पुरिसो महासत्तो.. ! ૨૮. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " ઉકિ पिच्छइ जुबई रूवं, मणसा चिंतेइ अहव खणमेगं; जो ना मरइ अकज्जं, पश्यिजतो वि इत्थीहि. ॥१९॥ साहूवा सट्टोवा, सदार संतोस सायरो हुन्जा; सो उत्तमो मणुस्सो, नायव्वो थोव संसारो. ॥२०॥ पुरि सध्येसु पवट्टइ, जो पुरिसो धम्मअत्थ पमुहेसुः अन्नुभमवाबाहं, मज्जिमरुवो हवइ एसो. ॥२१॥ ભાવાર્થ-જેઓના અંગેઅંગમાં વન તનથન નાચી રહ્યું છે, અને સુગંધથી અંગ બહેકી રહ્યું છે, અને અત્યંત કર્તા–સર્વોત્તમ આદિનાં રૂપવતી સ્ત્રીઓમાં વસ્યા છતાં જે બ્રહ્મચર્ય પાળી લક્ષણ કહે છે. ' શીલવંત રહે છે, તે સર્વોત્તમ ઉત્તમ જાણ; તે પુરૂષ સદાવંદનીય છે. રૂપવંતી યુવાન સ્ત્રીઓની સાથે સંગત થતાં જે કદાચ મનમાં ક્ષણભર ડગે, પણ અકાર્યમાં જંપલાતાં પહેલાં વૈરાગ્યથી મનને પાછું ખેંચી લે અને અકાર્યને પશ્ચાતાપ કરે, આત્મભાવથી ખરેખરી રીતે અંતરમાં પશ્ચાતાપ કરે, અને ફરીથી તે જન્મમાં સ્ત્રીઓ પ્રતિ રાગભાવ ન થાય, વૈરાગ્ય ભાવમાં વર્તે તે ઉત્તમોત્તમ બળવંત પુરૂષ જાણો. રૂપવંતી વનવસ્થાવાળી સ્ત્રીની ક્ષણવાર ઈચ્છા કરે, ભેગવવાની અભિલાષા કરે, સ્ત્રીઓએ પ્રાર્થના કરાયેલ પણ અકાર્યમાં પ્રવૃત્તિ કરે નહિ. સાધુ હોય તે સાધુ તરીકેનું સ્વકીય બ્રહ્મચર્ય સાચવે, શ્રાવક હોય તે શ્રાવક તરીકેનું સ્વકીય બ્રહ્મચર્ય વ્રત સાચવે, તે સાધુ તથા શ્રાવકને ઉત્તમ પુરૂષ જાણવા. ધર્મ અર્થ અને કામને પરસ્પર હાનિ ન થાય, તેવી રીતે જે વર્તે તે મધ્યમ પુરૂષ ગણાય છે. સ્ત્રીઓનું તે પ્રમાણે સમજી લેવાય. एएसि पुरिसाणं, जइगुणगहणं करेसि बहुमाणं; तो आसन्नसिवसुहो, होसि तुमं नथ्यि संदेहो.. ॥२२॥ ભાવાર્થ—એ ચાર પ્રકારના મનુષ્યોનું બહુમાન કરીશ, તેમજ તેઓના ગુણેનું ગ્રહણ કરીશ હે આત્મન ! અ૫પૂર્વોક્ત પુરૂના બહુ કાળમાં તું મેક્ષનાં સુખને ભોક્તા બનીશ, એમાં માનથી થતાં ફળ. સંદેહ નથી. બ્રહ્મચર્ય વ્રતનું દષ્ટાંત આપી પુરૂષોનું વર્ણન કર્યું, તેથી ઉપલક્ષણદ્વારા અન્ય વ્રત અને ક્ષમાદિ અન્ય For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ ગુણોનું પણ ગ્રહણ કરવું, તથા તેઓના ગુણોનું બહુમાન કરવું. અહે જગતમાં સાધુઓ તથા સાધ્વીઓને ધન્ય છે કે જે પરોપકારને માટે છે. વનને ગાળે છે. શ્રાવક અને શ્રાવકા ગુણાનુરાગથી એમ ચિંતવે કે અહ આપણે છકાયને કુટ કરીએ છીએ, આરંભ કરીએ છીએ. માટે આપને ણથી સાધુ અને સાધ્વીઓ અનંતગુણ ઉચ્ચ છે, આત્મભેગ આપીને ગૃહસ્થને ઉપદેશ આપે છે, દુઃખ વેઠીને પણ ગામે ગામ વિહાર કરે છે કરૂણાબુદ્ધિથી ગૃહસ્થને સાધુ વ્રત અર્પે છે, પુસ્તકે લખાવી સુધારે છે ગામેગામ ધર્મનું વર્ણન કરે છે. જ્ઞાન અપ અજ્ઞાનનો નાશ કરે છે. સાધુ અને સાધ્વીઓનાં બાહ્યવ્રત પણ એવાં છે કે તે સ્વપર હિતસાધક છે. તે વ્રતનું મહારામાં કંઈ ઠેકાણું નથી. સાધુ અને સાધ્વીની નિંદા કરવાથી ખરેખર પરભવમાં સાધુપણું પ્રાપ્ત થનાર નથી; ઉચ્ચ દયાદિ ગુણે મળનાર નથી. એમ સમજીને શ્રાવક અને શ્રાવિકાઓ નિંદા કરવાની ટેવ દૂર કરે છે. નિંદા દોષને વારનાર મુક્તિ પામે એમાં સંદેહ નથી. पासथ्याइसु अहुणा, संजमसिढिलेसु मुक्कजोगेसुः नोगरिहा कायव्वा, नेव पसंसा सहामजे... ॥२३॥ ભાવાર્થ-હાલમાં ચારિત્ર વેગ પાળવામાં શિથિલ થઈ ગયેલાઓની પણ સભામાં નિંદા વા પ્રશંસા કરવી યોગ્ય નથી. કર્તા-પાસસ્થાદિકનીપણું તાત્પર્યર્થ કે તેવાઓના સંબંધમાં માધ્યસ્થ ભાવ નિંદાને ત્યાગ બતાવે છે """ ધારણ કરે, જેઓએ ચઢતે ભાવે ચારિત્ર લીધું હેય પણ કર્મના ઉદયથી પાછા પડી ગયા હોય, પંચમહાવ્રતમાં દોષ લગાડયા હેય, બ્રહ્મચર્યને ભંગ કર્યો હોય, જુઠું બેલતા હેય, આ ત્મસમાધિમાં ન રહેતા હોય, રાગદ્વેષ કરતા હોય, તેવાઓની પણ પ્રાણ ઉત્તમ ચારિત્ર ધારકેએ તથા ભકત વા પંડિતનામ ધરાવનારાઓએ નિંદા કરવી નહિ. ચારિત્રમાં ચડતા અને પડતા પરિણામ ઘણુ વખત થયા કરે છે. જે ચડે છે તે જ પડે છે, અને જે પડે છે, તે જ ચડે છે. કેટલાક સાધુનાં વતે લેવા કે પાળવા સમર્થ નથી, પિતે સાધુ થતા નથી, સાધુ થાય તેને અટકાવે છે, છતાં ગમે તે સાધુના દેષ બોલવા મંડી જાય છે અને જ્યારે કોઈ સાધુ હૈને (નિંદક શ્રાવકને ) ઠપકો આપે ત્યારે કહે કે અમારે શું છે ? અમે તે છૂટા છીએ, અમે તે વેશ્યાના ઘેર પણ જઈએ, તમે માથું મુંડાવ્યું છે માટે તમને નિંદીશું. ત્યારે સાધુ મહારાજ તેને કહે છે કે હે શ્રાવક નામધારક, ત્યારે પણ શ્રાવકના ગુણ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪. પ્રમાણે વર્તવું જોઈએ. શ્રાવકના એકવીશ ગુણમાંથી અને શ્રાવકના બાર તેમાંથી તમારામાં કેટલાં છે? તમારામાં કેટલા દેષ છે ? એનો વિચાર કરો છો કે નહિ ? ત્યારે શ્રાવક કહે છે કે ધૂળે લુગડે ડાઘ હેય. અમારે હેમાંનું કંઈ નથી. ત્યારે સાધુ મહારાજ કહેશે કે હવે અમને કહેવાનો કંઈ અધિકાર નથી, હને કણ કહેવા આવ્યું છે? હારા ઘેર આ વીએ ત્યારે વહેરાવીશ નહિ, બેલ ત્યારે મહારે કંઈ સંબંધ છે ? જા હાફ થાય તે કરી નાખ, અમારે હવે ક્યાં દીકરી દ લેવો દેવ છે. દેવગુરૂની નિંદા કરે તે સાતમી નરકે જાય. ગુરૂની નિંદા કરતાં કુળનો ક્ષય થઈ જાય છે, અનુભવી છે. આ પ્રમાણે નિંદા કરવાથી ચર્ચા ઉત્પન્ન થાય છે. શિથિલ સાધુઓને પણ ખાનગીમાં સમજાવી સુધારવા, પણ નિંદા તે કરવી નહિ, પશુ પંખીઓને પણ પાંજરાપોળમાં રાખી તેમનું હિત કરીએ છીએ, ત્યારે ઉત્તમ પણ શિથિલ એવા સાધુઓની નિંદા કરવી તે યોગ્ય નથી. તેમ તેઓની પ્રશંસા પણ કરવી એગ્ય નથી તેવા ઉપર માધ્યસ્થતા રાખવી. काउण तेसु करुणं, जइ मन्नइ तो पयासए मग्गं; अह रुसइ तो नियमा, न तेसि दोसं पयासेइ. ॥२४॥ ભાવાર્થ-પાસસ્થાદિક પર કરૂણા કરીને જે તેઓ માને એમ લાગતું હોય તે સત્ય માર્ગ પ્રકાશ, તેઓ ગુસ્સો કરે કતી કહે છે કે તેઓને માને છે તએને મા એમ લાગતું હોય તે ગુણાનુરાગીઓએ તેના દે ર્ગ બતાવવો પણ નિંદવા | નહિ, પ્રકાશવા નહિ. મહાત્માઓ ઉપદેશ છે કે દેવીઓને ઉપદેશ હિતકર લાગશે,એમ જણાય તે ઉપદેશ આપ. જાહેર ઉપદેશ કરતાં ખાનગી ઉપદેશથી દેશીઓ (પાસસ્થા) વગેરે વિશેષતઃ સુધરે છે. દેવીઓ ઉલટા ઉપદેશ દેનારને મારવા આવે, હેના દેષ પ્રકાશે એવા અણીના મામલામાં પણ દોષીઓના દેષો પ્રકાશ કરવાનો વિચાર માત્ર પણ કરે યોગ્ય નથી, કારણ કે એમ દોષ પ્રકાશવાને વિચાર માત્ર પણ નહીં કરવાથી હૃદય શાંત રહે છે, અંતે આપણું ઉત્તમ સગુણો અને માધ્યસ્થ દૃષ્ટિ જોઇને પેલા દેવીને કંઈક અસર થાય છે. દેષોથી આ સંસાર ભર્યો છે. દેને જેવા જતાં પાર આવવાને નથી. જ્યાં ત્યાં દોષોને પ્રકાશ કરનારા કરડે માણસથી પણ એક દેશીને નિર્દેષ કરી શકાતું નથી અને એક કે જે પ્રાણાતે પણ કોઈને છતા (વિદ્યમાન) દેને બેલ નથી. ઉલટ ગુણાનુરાગ ધારણ કરે છે તે એક માણસ બોલ્યા વિના પણ તેના For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણથી કરડે મનુષ્યને અસર કરી દોષથી મુક્ત કરે છે. અહ! આ કેટલે બધે ચમત્કાર! એક બહાના બાળકના મુખપર કાળો ડા પડ હોય છે તેને કહીએ કે છોકરા હારું મુખ કાળું છે ત્યારે તે ખીજવાશે અને ઉલટ કહેશે કે ત્યારે મુખ કાળું છે. છોકરાને પણ આવી શિક્ષા કડવી લાગે છે, અને સામો દેષ દેવા બોલે છે, પણ જે તે છોકરાને દર્પણ આપીએ તે પિતાની મેળે મુખપર લાગેલો ડાઘ ખરાબ લાગવાથી કાઢી નાંખશે. આ દષ્ટાંત બરાબર મનન કરવા લાયક છે. મનુષ્યોના દેષ કાઢવાને માટે કદી જાત ટીકાથી ઉપદેશ આપવો નહિ. કિંતુ દર્પણની પેઠે તેને સત્સમાગમ, જ્ઞાનોપદેશ, આત્મજ્ઞાન વગેરેને ઉપદેશ આપવો. દેવી જાણે કે ખાસ આ મહિને જ કહે છે, મારી નિંદાજ કરે છે, એમ લાગે તેવી રીતે ઉપદેશ આપવો નહિ; એગ્ય ઉપદેશ આપે અન્યથા મૌન રહેવું. संपइ दूसम समए, दीसइ थोवोवि जस्स धम्मगुणो; बहुमाणो कायव्वो, तस्स सया धम्मबुद्धीए. ॥२५॥ ભાવાર્થ–પંચમઆરામાં (કલિકાલમાં) વર્તમાન સમયમાં જે પુરૂ પમાં અલ્પ પણ ધર્મગુણ દેખાય તેનું હમેશ ધર્મકલિકાલમાં અલ્પ પણ બદિથી બહુમાન કરવું, કારણ કે અલ્પપણ ધમૅગુ. ધર્મગુણનું બહુમાન કરવું એમ કર્તા કહે છે. શુનું બહુમાન પોતાના આત્માને ઉચ્ચ કરે છે. વર્તમાન સમયમાં ગમે તે ધમ હોય તે પણ અષ્ટ કર્મના ઉદયમાં તે છે તેથી દેષિત ગણવાને-કર્મ દેવ વિના નિર્મળ ગુણવંત કોઈ સાધુ પણ મળી શકવાના નથી, ત્યારે કેમ કરવું? તેના ઉત્તરમાં કહેવાનું કે ગુણ દૃષ્ટિથી ગુણો જેવા, ગુણે લેવા અને દોષ તરફ લક્ષ્ય આપવું નહિ. ગુણાનુરાગ કદી મૂકે નહિ. એજ આ કાળમાં તરવાને પ્રથમાવસ્થામાં મુખ્ય ઉપાય છે. આ કાળમાં જે ગુણાનુરાગી હોય તેને પણ ધન્યવાદ ઘટે છે, કારણ કે ગુણાનુવાગી પુરૂષને હાલમાં પ્રાયઃવિરહ દેખાય છે, ગુણુનુરાગમાં પણ કંઈ નથી એમ કેટલાક કહી તેને મતિ પ્રમાણે અર્થે કરી વિરૂદ્ધ વિચારમાં આશય ખેંચી જાય છે. પરના ગુણને સાંભળતાં જ કેટલાકને તે ઉલટી આવ્યા જેવું થાય છે. દુષમ કાળમાં ગુણાનુરાગ પ્રાપ્ત થયો તે અલ્પકાળમાં મુક્તિ મળશે એમ સમજવું. ક્રિયારૂચિની આગળ જ્ઞાનરૂચિની પ્રશંસા કરીએ તે ક્રિયારૂચિ કંઈ પણ નિંદા કર્યા વિના રહેશે નહિ, મનમાં પણ બબડયા કરશે. તેમજ જ્ઞાનવાદીની આગળ ક્રિયા રૂચિનું વર્ણન કરીશું તે તેવુંજ બનવાનું; જાના For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ વિચાર ધર્મને ધારણ કરતા હશે તેની આગળ પણ સુધારાવાળા હીન લાગશે. દેષ મૂકીને ગુણ લે વા બેલ દુર્લભ જણાશે. હાલમાં તે અલ્પ પણ ધર્મગુણનું બહુમાન કરવાની આવશ્યકતા છે. કારણ કે અલ્પ પણ ધર્મગુણ ધારણ કરનારા વિરલા છે. સર્વ ગુણ વીતરાગમાં છે, માટે જેટલા ગુણ તેટલા લેવા. દેશને જોવા નહિ, તેમ બોલવા પણ નહિ. जउ परगच्छि सगच्छे, जे संविग्गा बहुस्सुया मुणिणो; तेसिं गुणाणुरायं, मा मुंचसु मच्छरप्पहओ. ॥२६॥ ભાવાર્થ–હે આત્મા? પારકા કે પિતાના ગ૭માં જે સંવિત્ર અને કર્તા કહે છે કે–સ્વ કે વિદ્વાન મુનિરાજે હોય, તેના પર મત્સરથી હણપરગચ્છના સાધુઓની એલો એવો તું ગુણાનુરાગ છેડીશ નહિ. નિંદા કરવી નહિં. પ્રાયઃ કેટલાક પિતાના ગચ્છને વખાણે છે, અને પરગચ્છના વિદ્વાન વા મૂર્ણ સર્વ સાધુઓના છતા વા અછતા દેષો બોલવા મંડી જાય છે. કેટલીક વખત તે ઈર્ષ્યાથી કેટલાક વિદ્વાન સાધુઓ જાણી જોઈને અન્ય વિદ્વાન કે જે અન્ય ગચ્છના વા સંધાડાને હોય, વા પિતાનાથી ભિન્ન વિચારવાળા હોય તેઓનું મૂળમાંથી ખાદી કાઢવા માટે અનેક જાતનાં આળ ચઢાવે છે. ગમે તે રીતે પણ હેને શ્રાવકેની આગળ હલકે પાડવા ચૂકતા નથી; શાસ્ત્રના પાઠ પણ કુયુક્તિથી આડા ધરીને સામા સાધુઓને હલકા પાડવા શ્રાવકની આગળ આડું અવળું સમજાવી ઉશ્કેરણી કરાવે છે. ત્યારે અન્ય ગચ્છના કે જેની સામાચારી ભિન્ન છે તેઓ પણ તેઓથી ઉતરત નથી. અર્થાત તે પણ સામા સાધુઓની ક્રિયા, આચાર, તેમના બે પ્રકાશવા તેમના પક્ષના ભક્તની આગળ કમરકસીને ઉદ્યમ કરે છે. સામાસામી ખંડનમંડન છપાવવામાં આવે છે. શ્રાવકે પણ સામાસામી ખંડનમંડન કરે છે. સાધુઓને પક્ષ પકડે છે. મહારું તે સારું કરવા મંડી જાય છે. વ્યાખ્યાનમાં પણ ગમે તે રીતે નિંદા કરાય છે, તેનાથી સાધુઓ કહે છે કે હા પર છવાળા તે બિલકૂલ ભ્રષ્ટાચારી છે. સ્ત્રી સંગી છે. અમુકની સાથે અમુક રીતે વર્તતા હતા. ત્યારે જ છવાદ હવે નિંદા કરવા બાકી રાખતા નથી, અમુક સાધુની કઈ સ્તુતિ કરે તે સામે નિંદક દૂધમાંથી પિરાની પેઠે એક બે દેષ કાઢવાનો જ. અમુક સાધુની કઈ વિદ્વતા વખાણે તે સામે સાધુ તેનું ખંડન કરવાને. અમુક સાધુ પરોપકારાર્થે પુસ્તક બનાવે તે સામા પક્ષવાળા નિંદા કર્યા વિના રહે નહિ, પિતાના રાગી For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વા પિતાના ગચ્છના શ્રાવકે કરવા સારૂ રાત્રી દીવસ શ્રાવકને મીઠાં વચન કહે અને કોઈ અન્ય ગચ્છી સાધુ પાસે આવે તો હેના સામું પણ જોવાય નહિ, એક શેરીનું કૂતરૂ જેમ અન્ય શેરીના કૂતરાને મળે અને તેની અવસ્થા થાય, તેવી અવસ્થા થાય. આમ ઘણું લેકે ગચ્છની હાલના કાળમાં દશા વર્ણવે છે. જો આમાને કેટલેક ભાગ ખરે હોય તે ખરેખર ગુણાનુરાગને દેશવટે અપાયે છે એમ સમજી લેવું. સાધુઓના ગચ્છની આવી દશા દેખીને કેટલાક નવો પંથ કાઢે, અને સાધુઓના કુસંપને લાભ લેઈ તેવા પંથે ચાલી શકે, અને જૈન સનાતન સંધના ધમો નાશ પામે તેમાં ગચ્છના આચાર્યો તથા સાધુઓને દોષ છે. સંપ્રતિકાળમાં પ્રાયઃ ગુણાનુરાગને બદલે દોષદષ્ટિ વધી પડી છે. શ્રાવિકેમાં પણ તેવી દશા પ્રાયઃ દેખવામાં આવે છે, નવા પંથ કાઢનારાઓ પણ ફક્ત જૂનાને નિદે છે, સાધુ અને સાધ્વીઓને નિદે છે, અને આ અવળું સમજાવે છે; પણ ગુણાનુરાગની દૃષ્ટિ વિશેષતઃ દેખવામાં આવતી નથી. નવા પંથવાળાઓ સનાતન પંથવાળાએનું દરેક કૃત્ય મૂળમાંથી ખેદી કાઢવા પ્રયત્ન કરે છે, એટલું જ નહિ; પણ નવા પંથના રાગથી અનેક પા. ખંડ કરી મત વધારવા ધારે છે, સાધુઓએ તથા શ્રાવકોએ પરસ્પરના ગચ્છના વિકાન સાધુઓ પર ગુણાનુરાગ ધારણ કરવું જોઈએ. પરગચ્છના વિદ્વાનની કેઈની આગળ નિંદા કરવી નહિ, તેઓ બુરૂ કરે તે પણ તેઓના છતા વ અછતા દેને પ્રકાશ કરવો નહીં. પરગચ્છની સાથે પણ વિશાળ દષ્ટિ રાખી ભાતૃભાવ ધારણ કરે, પોતાના ગચ્છના વિદ્વાન સાધુઓની પણ કદી પ્રાણાતે નિંદા કરવી નહિ. શ્રાવકેએ પણ ભિન્નભિન્ન ગ૭વાળાઓ ઉપર ગુણાનુરાગ ધારણ કરે, જે ગુણુનુરાગ ધારણ નહિ કરવામાં આવે તે સાધુવર્ગ વા ગરછને નાશ થશે, તેમાં સંશય નથી, કારણ કે નિંદકાની તથા તેમના ધર્મની પડતી થયા વિના રહેતી નથી, પિતાના ગચ્છના વિ. દ્વાન સાધુઓ વા મૂખે સાધુઓની પણ છતા વા અછતા દોષની નિંદા કરવી નહિ, એટલું જ નહિ, પણ દુનિયાના ગમે તે મનુષ્યની સાધુએ નિંદ્મા કરવી નહિ. સ્વદર્શની હેય વા પરદર્શની હોય તે પણ કેઈન છતા વા અછતા દેશે પ્રકાશવા નહિ. - સાધુઓ કેઈન પણ દેશે પ્રકાશે નહિ, અને ગુણાનુરાગ ધારણ કરે તે ધર્મમાં ઘણું મનુષ્યને દાખલ કરી શકે, ગુણાનુરાગની દષ્ટિ ખીલવવા ક્ષણે ક્ષણે પ્રયત્ન કરે. પરની નિંદા કરવાથી જગતમાં મેટી લડાઈ થઈ છે, ઇતિહાસ પણ તે બાબતની સાક્ષી આપે છે. પરસ્પર ભિન્ન ધર્મવાળાઓની નિંદા કરવાથી ઉલટા તેઓ સામા ધર્મ ઉપર ષ ધારણ કરે છે, તેથી ઘણુ કાળ પર્યત સત્યધર્મના ઉપાસક તે બની શકતા નથી, For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વધર્મના સત્ય વિચારો દર્શાવવા, પરધર્મના જે અસત્ય વિચારે હોય તે પણ યુક્તિથી મધુર વચને જણાવવા. સત્ય ધર્મનું સ્થાપન કરવું અને અસત્ય કે જે ધર્મથી કરોડે મનુષ્ય દુર્ગતિમાં પડે તેનું અનેક સિદ્ધાંતની યુક્તિઓથી ખંડન કરવું તેથી ગુણાનુરાગ નાશ પામતું નથી. કોઈની જાતિ નિંદા કરવી નહીં–સત્યધર્મ તે જ ખરેખર ગુણ છે, માટે તેના ઉપર અનુરાગ કરે, અન્ય ધર્મમાં રહેલાં મનુષ્યોની છતા વા અછતા દેવ પરત્વે જાત ટીકા કરવી નહિ, અન્ય વ્યક્તિની જાત ટીકા, દે. બેલી કરવી નહિ. એમ કરવાથી અન્ય ધર્મનાં મનુષ્ય પણ સત્ય ધર્મવાળાના સહેવામાં આવશે, અને સત્યધર્મ રહણ કરશે. કોઈ સ્વધર્મ બંધુઓની મત્સરથી નિંદા કરવી નહીં. હમેશ નિંદાનું ભાષણ નહિ કરવાથી મનુષ્ય જૈન ધર્મની ઉન્નતિ કરી શકે છે, સણું દષ્ટિથી ધર્મની વા દેશની ઉન્નતિ થઈ શકે છે. गुंणरयणमंडियाणं, बहुमाणं जो करेइ सुद्धमणो, मुलहा अन्नभवंमिय, तस्स गुणा हुंति नियमेणं ॥ २७ ॥ ભાવાર્થ-ગુણરત્નોથી વિભૂષિત પુરૂષેનું જે શુદ્ધ મનવાળે તે કર્તા કહે છે કે ગુણિઓનું બહુમાન કરે છે. તેને અવશ્ય તે તે ગુણો પરભવમાં બહુમાન કરતાં તે તે : ગુણે સુલભ થાય છે સુખથી પ્રાપ્ત થાય છે. ગુણીના ગુણ આવતાં તે તે ગુણે પિતાનામાં પ્રગટી શકે છે, સદગુણે ઉપર રાગ થયા વિના ગુણીજનેનું બહુમાન થતું નથી. જ્યારે સગુણ ઉપર રાગ થાય છે ત્યારે તેવા સગુણે પ્રાપ્ત કરવા ઉદ્યમ પણ થાય છે. સાધુઓની સેવા પણ થાય છે, પણ જે ગુણાનુરાગ ન હોય તે કોઈ પણ ગુણ માટે પ્રયત્ન થઈ શકે નહીં. આ ભવમાં જે સાધુઓ અને સાધ્વીઓ નજરે દેખાય છે. તેઓએ અવશ્ય પૂર્વભવમાં સાધુ ધર્મ ઉપર ગુણાનુરાગ ધારણ કરેલો હોવો જોઈએ. આ ભવમાં જે બ્રહ્મચારી છે, તેઓએ અવશ્ય પૂર્વભવમાં શીલગુણાનુરાગ કરેલે હે જોઈએ. આ ભવમાં જેઓ ધ્યાન અને સમાધિને આદરે છે, સમાધિમાં રહે છે. તેથી સિદ્ધ થાય છે કે પૂર્વ ભવમાં તેઓએ ધ્યાન અને સમાધિને અભ્યાસ આદરેલ હોવો જોઈએ, તેથી પૂર્વભવના સંસ્કારથી આ ભવમાં તેઓને તે પર પ્રીતિ થાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ધર્મના જે જે સગુણો જેનામાં વિશેષ વિશેષતઃ દેખવામાં આવે છે તેનું કારણ કે તે તે ગુણોને રાગ કરી પૂર્વભવમાં તદ્દત ગુણ ધારકેએ અભ્યાસ કરેલ હે જોઈએ. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ગુણાનુરાગ પરભવમાં વિશેષ પ્રગટવા માટે મદદગાર થાય છે. પૂર્વેત સિદ્ધાંત પરિપૂર્ણ હૃદયમાં ઉતારીને હવે આ ભવમાં પણ ગુણને જ રાગ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ કરીશું, અને ગુણીઓનું બહુમાન કરીશું. જેનામાં જેટલા ગુણે ખીલ્યા તેટલા ગુણ તરફ દૃષ્ટિ રાખીશું અને આ ભવમાં તે તે સગુણમાં ચિત્તને સંયમ કરીશું તે ખરેખર તે તે સગુણ પ્રાપ્ત થયા વિના રહેશે નહિ. વરમાનne gધારે નામને ય ત ગ્રંથ વાંચવામાં આવશે તો દેશ તરફ થતું વલણ દૂર થયા વિના રહેશે નહિ, તેમજ અમ્મદીયકૃત સમા ધિશતક તથા પરમાત્મજ્યોતિ વાંચવામાં આવશે તો સક્શણ દૃષ્ટિની ખીલવણી થશે, અને દોષદષ્ટિને નાશ થશે. ગુણાનુરાગનું પ્રાબલ્ય ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામશે, અને તેથી આત્મા સદ્દગુણના માર્ગ તરફ ચાલતો એક્ષપુરી પહોંચશે. एवं गुणाणुराय, सम्मं जोधरइ धरणि मज्जमिः सिरिसोम सुंदरपयं, सो पावइ सव्वनमणिजं. ॥२८॥ ભાવાર્થ-જે આત્માથી પુરૂવ રૂડી રીતે જગતમાં ગુણાનુરાગ ધારશે તે તે આત્યંતર લક્ષ્મીયુક્ત ઉત્તમ પદને પામશે, કર્તા સૂરિ કહે છે કે-ગુ એમ કવિ કહે છે. આ ગાથામાં કર્તનું નામ છે, ગુણણાનુરાગ ધારણ કરતા નુરાગ ધારણ કરવા ખામી રાખવી નહિ, કારણ કે જીવ મેક્ષ પામે છે. ' * * તેથી ઉત્તરોત્તર મેક્ષ મળે છે એમ આચાર્યો અને વીતરાગ ભગવાનનાં સિદ્ધાંતિ જણાવે છે. જેમ જ્યાં જ્યાં ગુણાનુરાગ ધારવામાં આવે તેમ તેમ દેષદષ્ટિ ટળતી જાય છે. નિંદા કરવા જે જીભલડી ઉદ્યમ કરે તે તુર્ત જીભલડીને વશમાં રાખવી, પ્રત્યક્ષ વા પરોક્ષપણે કોઈની નિંદા કરવી નહીં. નિંદા કરવાથી ઘણાં પાપ થાય છે. અત્રે ભજન સંગ્રહ પ્રથમ ભાગમાંથી નિંદાવિષયક ભજન લખવામાં આવે છે. ( દડી રમતમાં પડીરે સખ્ત, દડી રમતમાં પડી. એ રાગ.) નિના પ पाप कर्म बहु भारीरे निन्दा, पाप कर्म बहु भारी मनमां जोजो विचारीरे निन्दा, पाप कर्म बहु भारी. निन्दकनी दृष्टि छे अवळी, गुण अवगुण देखाय; पापीमां पापी छे निन्दक, मरी नरकमां जायरे. निन्दा. ? चांदां देखे कागडो जेम, निन्दक देखे दोषः धंतुर भक्षकनी पेठे ए, शुं करवो त्यां रोषरे. निन्दा. २ चाडी चुगली निन्दक करतो, कलंक चढावे शीर; For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org खंडाळी पण निन्दक पापी, धोतो परनां चीररे. निन्दा. २ क्रिया काण्ड निन्दकनां संतो, लेखे नहि गणायः नाम देने निन्दा करतो, मुक्तिपुरी नहि पायरे. निन्दा. ४ साधु सन्त वैरागी त्यागी, जोगी भोगी फकीर निन्दा परतणी परहरशो, पामशो भवजल तीररे, निन्दा. ५ निन्दामांही सहु लपटाया, बचीया कोइक सन्त; निन्दक माथे नथी शिंगड, वाणीथी ओलखंतरे, निन्दा. ६ अदेखाईनी पुत्री निन्दा, मुक्ति मार्ग प्रतिकूल; लाखचेोराशी भटकावे, नाखी माथे धूळरे. समीती निंदा नबी करशे, करशे गुणनुं गान; श्वानदंतने कृष्ण वखाणे, गुणनुं कर बहु मानरे, निन्दा ८ सर्व गुणो जाणो जिनवरमां, बाकी दोषी होय; निजमा अवगुण पोठ भरी छे, जुवे न तेने कोयरे, निन्दा. ९ कर्मवशे सौ दोषे भरीया, करो न निन्दा भाइ बुद्धिसागर गुणने गातां, जगमां होवे वडाइरे, निन्दा. ७ निन्दा. १०. નિંદાથી આવી અધમ દશા થાય છે, એવું જાણી નિન્દાની ટેવ ત્યાગ કરવા ક્ષણે ક્ષણે ઉપયેગ રાખવા, અને ગુણાનુરાગ ધારણ કરવા ક્ષણે ક્ષણે ઉપયાગ રાખવા. અશુભ અધ્યવસાયથી (અશુભ પરિણામથી) નિદા થાય छे, भने शुभ परिणाभथी गुलोनो राग थाय छे. परिणामे बंध मे वायने અનુસરી જોતાં અશુભ પરિણામે અશુભ કર્મબંધ અને શુભ પરિણામે શુભ કર્મબંધ જાણી ગુણાનુરાગ ધારણ કરવા. Acharya Shri Kailassagarsuri Gyanmandir इति श्री सुरत बंदरे चातुर्मास्यां योगनिष्ठ मुनि बुद्धिसागरेण गुणानुराग ग्रन्थस्य गुर्जर भाषायां विवरणं कृतम्, सं. १८६६ શ્રાવણ માસ, गुणानुराग शास्त्रस्य, प्राकृता विवृतिः कृता; भव्यानामुपकारार्थम्, बुद्धयन्धिमुनिना शुभा. } ॐ शान्तिः शान्तिः शान्तिः મુકામ સુરત, બુદ્ધિસાગર, For Private And Personal Use Only ॥१॥ Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજ્ઞપ્તિ પત્ર સુજ્ઞ સ્વયમી અધુ, આપ જાણતાજ હશે કે અમદાવાદમાં મુનિમહારાજ શ્રી બુદ્ધિસાગરજીના ઉપદેશથી શેઠ લલ્લુભાઈ રાયચંદ અને અન્ય સભાવીત સગૃહસ્થાની સહાયતાથી છેલ્લાં ચાર વર્ષ થયાં શ્રી જૈન શ્વેતાંખર ખેડીંગ નામની એક સંસ્થા ખેાલવામાં આવી છે. તેના હાલ ૮૫ વિદ્યાર્થીઓ લાભ લે છે; આ બેડીંગને નાણાં સંબંધી મદદ કરવાના હેતુથી અધ્યાત્મ ના. પ્ર. મ. તરફથી ‘બુદ્ધિપ્રભા’ નામનું માસીક એ વરસથી પ્રગટ થાય છે. તેમાં પુજ્યગુરૂવર્ય મુનિ શ્રી બુદ્ધિસાગરજીના તેમજ કેટલાક જૈન વિદ્વાનેાના લેખા પ્રગટ થાય છે. થાડાજ સમયમાં તેના ગ્રાહકની સખ્યા ૧૦૦૦ જેટલી થવા પામી છે અને જૈન કામમાં તે સારી રીતે વખણાતું થયું છે. આ માસિકના ગ્રાહક થવાથી એ પ્રકારના લાભ મેળવવાની તક મળે છે. એક તે ઉત્તમ પ્રકારના જૈન ધર્મ સંબધી લેખાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેની સાથે આ માસીકમાંથી જે કાંઈ ના રહે તે આડીગમાં ખરચાવાના હોવાથી બાગને પણ સહાય આપવાનું પુણ્ય હાંસીલ થાય છે. “ પંચકી લકડી એર એકકા મેાજ ” એ કહેવત અનુસાર માસીકના ગ્રાહકાની સ ંખ્યા વૃદ્ધિ પામવાથી બાડીં ગને વાર્ષીક સારી આવક થવાની આશા રહે છે, માટે આપ આ માસીકના ગ્રાહક થઈ આવા શુભ કાર્યને બનતું ઉત્તેજન આપશે. * આ માસિકનું લવાજમ પોસ્ટેજ સાથે રૂ. ૧-૪-૦ રાખવામાં આવેલું છે, સ્થાનિક ગ્રાહકોને રૂ. ૧-૦-૦ ભરવાના છે. - માસીકના ગ્રાહકોને ઓછી કીંમતે પુસ્તકા મળવાના પ્રસ ગેાપાત લાભ મળે છે. બુદ્ધિપ્રભા ઓફીસ. શ્રી જૈન શ્વેતાંબર ખેડીંગ. નાગારીસરાહ–અમદાવાદ લી. શકરલાલ ડાહ્યાભાઇ કાપડીઆ, વ્યવસ્થાપક બુદ્ધિપ્રભા ’ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા પ્રગટ થયેલ પુસ્તકા. પ્રત્યેક છે સંજ્ઞાન સંaઈ મા છે ? છો. . ક. 0-8-0 1 અધ્યાત્મ વ્યાખ્યાનમાળા. . . . . . ક 04 * 2 નંગન પ" હંaહું મા. 2 ડો.. . . . કે, 3 ) , મારા રૂ નો.... | ક 0-8-0 >> 4 સમાથી રાતવર્. .. છે ?- ઇ 4 c /- ર 6 શાહ્મપ્રપ. *** *00 . એક ? 7 भजन संग्रह भा. 4 थो. 4 8 જવાન ટ્રરાન, મ ... .. . 0* ૧ર - દા , 9 પરમારમ જ્યોતિ. .. ક 0 - 12 - 2 , 10 તત્વવિંકુ, ... , 11 ગુણાનુરાગ. 20 , 12-13 ભજનસંગ્રહ ભા. 5 મા તથા જ્ઞાનદિપીકા.. , 14 તીર્થયાત્રાનું વીમાન. ... , 15 અધ્યાત્મ ભજન સંગ્રહ ક 04 છપાતા ગ્રન્થા. 16 ગુરુ ઓધ, 17 તત્વજ્ઞાન દિપીકા, 18 ગહેલીસ મહ. પ્રગટ થયેલ પુસ્તકો નીચેના સ્થળે વેચાણ મળશે. અમદાવાદ–જન બેડીંગ ઠે, નાગારીસરાહ, સુ'બઈ પાયધુણી મેસર્સ મેઘજી હીરજીની ક. 3(પ્રગટ કર્તા) શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ, પાગલી For Private And Personal Use Only