Page #1
--------------------------------------------------------------------------
________________
महामहोपाध्यायश्रीमद्यशोविजयजीविरचित
ब्दात्रिंशदात्रिंशिकाप्रकरणम् ।
भाग-१ (१ थी ७ बत्रीशी)
: परिशीलन : पू.आ.भ.श्री.वि. चन्द्रगुप्तसू.म.
: प्रकाशक : श्री अनेकान्त प्रकाशन जैन रीलिजीयस ट्रस्ट
: आर्थिक सहकार : पू. गणिवर्य श्री नयभद्र वि.म.सा.ना सदुपदेशथी वर्धमान भक्ति श्वे.मू.पू. इरानीवाडी जैन संघ - कांदीवली-वेस्ट, मुंबई.
तथा – देवकीनगर श्वे.मू.पू. जैन संघ - बोरीवली-वेस्ट, मुंबई.
Page #2
--------------------------------------------------------------------------
________________
न्यायविशारद महामहोपाध्यायश्रीमद्यशोविजयजीविरचित
द्वात्रिंशद्वात्रिंशिकाप्रकरणम् ॥
प्रथम भाग [१ थी ७ बत्रीशी
-- પરિશીલન - પૂજ્યપાદ વ્યાખ્યાનવાચસ્પતિ આ.ભ.શ્રી.વિ. રામચન્દ્ર સૂ.મ.સા.ના પટ્ટાલંકાર
પૂ. પરમશાસનપ્રભાવક આ.ભ.શ્રી.વિ. મુક્તિચન્દ્ર સૂ.મ.સા.ના શિષ્ય પૂ. પરમસમતાનિષ્ઠ આ.ભ.શ્રી.વિ. અમરગુપ્ત સૂ.મ.સા.ના શિષ્ય
પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ.મ.સા.
પ્રકાશન શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રીલિજીયસ ટ્રસ્ટ
આર્થિક સહકાર પૂ.આ.ભ.શ્રી.વિ. રામચન્દ્ર સુ.મ.સા.ના પટ્ટાલંકાર પૂ.પં.પ્ર.શ્રી ભદ્રંકર વિ.ગ.મ.સા.ના શિષ્યરત્ન પૂ.આ.ભ.શ્રી વિ. કુંદકુંદ સૂ.મ.સા.ના શિષ્યરત્ન ૧૦૮+૬૬ વર્ધમાનતપની
ઓળીના આરાધક પૂ. ગણિવર્ય શ્રી નયભદ્ર વિ.મ.સા.ના સદુપદેશથી વર્ધમાન ભક્તિ જે.મૂ.પૂ. ઇરાનીવાડી જૈન સંઘ - કાંદીવલી-વેસ્ટ, મુંબઈ
તથા - દેવકીનગર શ્વે.મૂ.પૂ. જૈન સંઘ બોરીવલી-વેસ્ટ, મુંબઈ.
Page #3
--------------------------------------------------------------------------
________________
+ द्वात्रिंशद्वात्रिंशिकाप्रकरणम् - प्रथम भाग
જ આવૃત્તિ : પ્રથમ
નકલ : ૫00
* મૂલ્ય : રૂ. ૮૦૦/- (સેટના : ભાગ-૧ થી ૪)
* પ્રાપ્તિ સ્થાન : • મુકુંદભાઈ આર. શાહ
૫, નવરત્ન ફલેટ્સ, નવા વિકાસગૃહ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. • જતીનભાઇ હેમચંદ શાહ
‘કોમલ' છાપરીયાશેરી, મહીધરપુરા, સુરત-૩૯૫ ૦૦૩. • પ્રમોદભાઇ છોટાલાલ શાહ
૧૦૨, વોરા આશિષ, પં. સોલીસીટર રોડ, મલાડ (ઇસ્ટ) , મુંબઇ-૪૦૦ ૦૯૭. • વિજયકરભાઈ કાંતિલાલ ઝવેરી
પ્રેમવર્ધક ફ્લેટ્સ, નવા વિકાસગૃહ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. • સૂર્યકાંતભાઇ ચતુરલાલ શાહ
C/o. પંકજ એજન્સીઝ : ૨૨, સાઇવિહાર, ‘ગુરુદેવ’ હોટલની ઉપર, મુ.પો. કલ્યાણ (જિ. ઠાણે) ૪૨૧ ૪૦૧.
સૂચના : આ પુસ્તક જ્ઞાનખાતાની રકમના ઉપયોગથી છપાયેલું હોવાથી તેની સંપૂર્ણ કિંમત અથવા યોગ્ય નકરો જ્ઞાનખાતામાં આપીને આ પુસ્તકનો ઉપયોગ કરવા શ્રાવકોને ભલામણ છે.
જે મુદ્રક :
Tejas Printers F/5, Parijat Complex, Swaminarayan Mandir Road, Kalupur, AHMEDABAD-1. PH. (079) (O) 22172271 (R) 29297929 (M) 98253 47620
Page #4
--------------------------------------------------------------------------
________________
પરિશીલનની પૂર્વે પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ વિરચેલાં ગ્રંથરત્નોમાંથી ‘દ્વત્રિશદ્વાત્રિશિકા' નામના ગ્રંથરત્નનું પરિશીલન કરવાના પ્રારંભે પ્રથમ દાનદ્વાત્રિશિકાનું પરિશીલન આ પુસ્તકમાં કરાયું છે. આ પૂર્વે દીક્ષાદ્વત્રિશિકાનું પરિશીલન પ્રગટ થયું છે. આ રીતે દરેક દ્વત્રિશિકાનું પરિશીલન પ્રગટ કરવાનો વિચાર છે. પૂજ્યપાદ મહામહોપાધ્યાયજી મહારાજાના ગ્રંથરત્નો અંગે હું કશું જણાવું - એના બદલે જિજ્ઞાસુ આત્માઓ એ ગ્રંથરત્નોના અધ્યયન દ્વારા ગ્રંથરત્નોનો પાવન પરિચય પ્રાપ્ત કરી લે - એ જ સારું છે. જિજ્ઞાસુવર્ગની અનુકૂળતા માટે આ એક અલ્પ પ્રયત્ન છે. નીચે જણાવેલા પૂજ્યપાદશ્રીના પાવન પરિચયના મનનથી સમજાશે કે અપ્રતિમ પ્રતિભાના સ્વામી દ્વારા નિર્માણ પામેલા ગ્રંથનું પરિશીલન કરવા માટે આ પ્રયત્ન ખરેખર જ અલ્પતમ છે.
અનંતોપકારી દેવાધિદેવ શ્રી મહાવીર પરમાત્માના પરમતારક શાસનની ઉજવલપ્રભાને ઉજ્જવલતમ બનાવનારા સમર્થ અચિંત્ય પ્રભાવશાળી પૂજય પરમગીતાર્થ આચાર્યભગવંતાદિ દિવ્યપુરુષોની પાવન પરંપરામાં પૂજયપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાનું જે સ્થાન છે – તેનો ઓછાવત્તા પ્રમાણમાં આપણને સૌને સારી રીતે પરિચય છે. આજથી ત્રણસો વર્ષ પૂર્વે થઈ ગયેલા ઉપાધ્યાયજી મહારાજાના એ જીવનકાળનો વિચાર કરીએ તો પૂજ્યપાદશ્રીજીનું નિર્મળ સાધનામય જીવન; અભુત અને ચમત્કારપૂર્ણ જણાશે. એક બાજુ ક્રિયાનું શૈથિલ્ય અને બીજી બાજુ અજ્ઞાનનું સામ્રાજય: આવી વિષમસ્થિતિમાં નિર્મળ ચારિત્રની સાધના સાથે શુદ્ધક્રિયા અને સમ્યજ્ઞાનથી પોતાના જીવનને વાસિત બનાવવાનું કાર્ય કેટલું કપરું છે – એ આપણે સમજી શકીએ છીએ. ભૂતકાળની વિશિષ્ટ સાધના ન હોય તો કોઈ પણ રીતે; કઠોર સાધનામય જીવન જીવવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય નહિ.
વિ.સં. ૧૬૬૫માં ઉત્તરગુજરાતના ધીણોજ ગામની બાજુના કનોડ ગામમાં જેઓશ્રીનો પુષ્ય જન્મ થયો હતો - તે પૂજ્ય ઉપાધ્યાયજી મ.ને બાલ્યકાળમાં જ પોતાની અદ્ભુત સ્મરણશક્તિના પ્રભાવે પરમપારમેશ્વરી પ્રવ્રજયાની પ્રાપ્તિ થઈ હતી. પ્રસંગ એવો બનેલો કે - પૂ. ઉપાધ્યાયજી મ.ની માતાને શ્રી ભક્તામરસ્તોત્રનું શ્રવણ કર્યા વિના ભોજન નહિ કરવાનો નિયમ હતો. એ પ્રમાણે એકવાર પોતાના પુત્રની સાથે શ્રી ભક્તામરસ્તોત્રનું શ્રવણ કરવા પૂ. ગુરુભગવંત પાસે તેઓશ્રી ગયાં હતાં. તે વખતે તે સ્તોત્રના એક વારના જ શ્રવણથી પૂજ્યશ્રીને યાદ રહેલું. ત્યાર બાદ એક વાર વરસાદના કારણે પૂજ્યશ્રીની માતા સ્તોત્રનું શ્રવણ કરવા પૂ. ગુરુભગવંત પાસે જઈ શક્યાં નહિ. ત્રણ દિવસના ઉપવાસના અંતે પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ પોતાની માતાને ઉપવાસનું કારણ પૂછતાં માતાના નિયમને જાણ્યો. ત્યાર બાદ તેમની
દાન બત્રીશી: એક પરિશીલન
Page #5
--------------------------------------------------------------------------
________________
સંમતિપૂર્વક માતાને ભક્તામર સ્તોત્ર સંભળાવ્યું અને પારણું કરાવ્યું. આ રીતે પૂજ્યશ્રીની અદ્ભુત સ્મરણશક્તિના પ્રસંગને જાણીને પૂ. ગુરુભગવંત પૂજયશ્રીની માતા પાસે પૂજ્યશ્રીની માંગણી કરી અને ત્યાર બાદ અત્યંત ઉલ્લાસપૂર્વક પૂજય ઉપાધ્યાયજી મહારાજની માતાએ પોતાના પુત્રનું પૂજય ગુરુદેવશ્રીને સમર્પણ કર્યું. આ રીતે કાલાંતરે રત્નત્રયીની નિર્મળ સાધનામાં પૂજયશ્રી લીન બન્યા. પ્રબળ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમના પ્રભાવે ઉત્કટ પ્રખરપ્રતિભાદિ અસાધારણ સામર્થ્યથી પૂજ્યપાદશ્રીએ ખૂબ જ અલ્પસમયમાં ગણનાપાત્ર સમ્યજ્ઞાનનું સંપાદન કર્યું. પરમશ્રદ્ધેય અનન્યસાધારણ બુદ્ધિપ્રતિભાદિ ગુણોથી ભાવિત શ્રદ્ધાસંપન્ન શ્રાવકવર્ગની સહાયથી પૂજયશ્રીને વિદ્યાના ધામ સમાન કાશીમાં અધ્યયન કરવાની અનુકૂળતા મળી. ત્યાંની ત્રણ વર્ષની સ્થિરતા દરમ્યાન ન્યાયશાસ્ત્રોનું પરિપૂર્ણ અધ્યયન કરી અને કેટલાંક વર્ષ કાશીની આજુબાજુ રહી અન્યદર્શનશાસ્ત્રોનું તલસ્પર્શી અધ્યયન કરી પૂજયશ્રીએ પરસમયનું રહસ્ય પ્રાપ્ત કર્યું. એ વખતે અન્ય પંડિતોને વાદમાં હરાવનાર સમર્થવાદીને પોતાની અનેકાંતવાદની વિજયવંતી શૈલીથી હરાવીને પૂજયશ્રીએ પોતાના અધ્યાપકગુરુવર્ગ દ્વારા ન્યાયવિશારદ'નું બિરુદ પ્રાપ્ત કર્યું. આ પ્રસંગ, પૂજયશ્રી માટે જ નહિ પરંતુ સમગ્ર પરમતારક શ્રી જિનશાસન માટે ગૌરવપ્રદ હતો. જે વખતે જૈનેતર દાર્શનિક વિદ્વાનો, જૈનોનો પડછાયો પણ પોતાની ઉપર ન પડે એની કાળજી રાખતા હતા; તેવા વખતે એવા વિદ્વાનવર્ગ દ્વારા આ રીતે “ન્યાયવિશારદ' તરીકેનું બિરુદ પ્રાપ્ત કરવું એ ખરેખર જ શ્રી જિનશાસનની સર્વોપરિતાનો જ એક વિજય હતો.
આ રીતે કાશીમાં પરદર્શનનું પરિપૂર્ણ અધ્યયન કરી પૂજય ઉપાધ્યાયજી મહારાજ ગુજરાતમાં વિચરતા હતા. તે દરમિયાન મોટે ભાગે ગ્રંથાલેખનમાં તત્પર બની તેઓશ્રી વ્યાખ્યાનાદિની પ્રવૃત્તિથી પર રહેતા. કહેવાય છે કે એક ગામમાં પૂજયપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ વિનયવિજયજી મહારાજ જ્યારે પ્રવચન કરતા હતા ત્યારે જૈનેતર વિદ્વાનો વ્યાખ્યાન દરમ્યાન પ્રશ્નો પૂછી-પૂછીને પૂજયશ્રીને મૂંઝવવાનો પ્રયત્ન કરતા હતા. એટલે એકવાર પૂજય ઉપાધ્યાયજી મહારાજ વ્યાખ્યાન માટે બિરાજમાન થયા અને વ્યાખ્યાનની શરૂઆતમાં જ પ્રશ્નો પૂછનારને જણાવી દીધું કે પ્રશ્ન દરમ્યાન પ વર્ગનો કોઈ પણ વર્ણ ઉચ્ચારવાનો નહિ અને તેના જવાબમાં પણ 1 વર્ગનો કોઈ પણ વર્ણ ઉચ્ચારવામાં નહિ આવે. પાછળથી પ્રશ્નકર્તાઓની એ અંગેની અશક્તિ જાણીને તેઓને ગમે તે રીતે પ્રશ્નો પૂછવાની રજા આપી. અને પૂજ્યશ્રીએ તો વર્ગના ઉચ્ચારણ વિના જ સર્વ પ્રશ્નોના જવાબ આપી વિદ્વાનોને પોતાના શબ્દ ઉપરના પ્રભુત્વની પ્રતીતિ કરાવી હતી. આવી તો કંઈ કેટલીય કિંવદત્તીઓ પૂજયશ્રીના વિષયમાં પ્રચલિત છે.
કહેવાય છે કે પૂજયશ્રી જયારે કાશીથી વિદ્યાભ્યાસ કરી ગુજરાતના કોઈ એક ગામમાં પધાર્યા ત્યારે એક દિવસ સાંજના પ્રતિક્રમણ દરમ્યાન પૂજ્યશ્રીને કોઈ એક શ્રાવકે સજઝાય
દાન બત્રીશી
Page #6
--------------------------------------------------------------------------
________________
બોલવાની વિનંતી કરી. ત્યારે પાંચ ગાથાની નાની સક્ઝાય પૂજ્યશ્રી બોલ્યા. તેથી એ શ્રાવકે મોટી સઝાય ફરમાવવા જણાવ્યું. પરંતુ ત્યારે પૂજ્યશ્રીએ “નથી આવડતી’ એમ જણાવ્યું. એટલે પેલા શ્રાવકે કહ્યું કે “શું કાશીમાં રહીને ઘાસ કાપ્યું?” ત્યાર બાદ બીજા દિવસે સાંજે પ્રતિક્રમણમાં સજઝાય બોલવાના પ્રસંગે પૂજ્યશ્રીએ સમકિતના સડસઠબોલની કે સાડાત્રણસો ગાથાની સ્તવનરૂપ સજઝાયની નવી જ રચના કરવા સાથે બોલવાની શરૂઆત કરી. એક પછી એક ઢાળો બોલાતી ગઇ. પણ સજઝાય પૂર્ણ થતી ન હોવાથી પેલા શ્રાવકે કહ્યું કે “બસ હવે !” ત્યારે પૂજયશ્રીએ પણ કહ્યું કે “ના, આ તો કાશીમાં કાપેલા ઘાસના પૂળા બાંધું છું.” આ સાંભળી શ્રાવકે અવિનય અંગે પૂજયશ્રીની ક્ષમા યાચી. આ પ્રસંગ સાચો હોય કે ન પણ હોય પરંતુ પૂજયશ્રીના વર્તમાન સાહિત્ય ઉપરથી તેઓશ્રીનું ગ્રંથ રચવાનું અદ્ભુત સામર્થ્ય સ્પષ્ટપણે પ્રતીત થાય છે.
પૂજ્યશ્રીના વિષયમાં એવી પણ એક વાત ચાલે છે કે પૂજ્યશ્રી પોતાની સ્થાપનાજીની ઠવણી ઉપર ચાર ધ્વજા રાખતા હતા. તેની પાછળ હેતુ એ હતો કે “ચારે દિશામાં જે કોઈ વિદ્વાન હોય તે તેઓશ્રીને જીતીને પોતાની વિજયશ્રી ફેલાવે.” આવું જાણીને એક વૃદ્ધાએ પૂ. ઉપાધ્યાયજી મહારાજનું માન દૂર કરવા તેઓશ્રીને કહ્યું કે “સાહેબ ! જો આપશ્રી ચાર ધ્વજા રાખો, તો અનંતલબ્ધિસંપન્ન શ્રી ગૌતમસ્વામી મહારાજા કેટલી ધ્વજા રાખતા હશે !' વૃદ્ધ શ્રાવિકાના કથનનું તાત્પર્ય જાણીને પૂજ્યશ્રીએ તુરત જ ઠવણી ઉપરથી ધ્વજાઓ દૂર કરી.
પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાના જીવનપ્રસંગોમાં આવી કેટલીય વાતો પ્રસિદ્ધ છે. તે કેટલા અંશે સાચી છે એ તો અનંતજ્ઞાનીઓ જાણે. પરંતુ તેઓશ્રીએ રચેલા વિવિધ ગ્રંથોમાં પોતાના હૃદયના જે ભાવોનું પ્રતિબિંબ સંક્રમાવ્યું છે - એ જોતાં ઉપર જણાવેલી વાતોમાં વિશ્વાસ મૂકવાનું મન થતું નથી. તેઓશ્રીની સર્વતોમુખી પ્રતિભા; નિર્મળ સમ્યગ્દર્શન; સમ્યફચારિત્ર પ્રત્યેનો અવિહડ રાગ; શ્રી જિનાજ્ઞા પ્રત્યેનું અસાધારણ સમર્પણ; શ્રી વીતરાગ પરમાત્માના વચન પ્રત્યેનો અદ્ભત રાગ; પરમતારક શ્રી જિનાગમોનું તલસ્પર્શી પરિશીલન; દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનની પ્રાપ્તિથી અનુભવેલો સ્વાભાવિક આનંદ... વગેરેના યથાર્થસ્વરૂપે દર્શન કરાવનારા તેઓશ્રીના ગ્રંથોના પરિશીલનથી આત્માને જે આનંદની અનુભૂતિ થાય છે તે વર્ણનાતીત છે. તેઓશ્રી દ્વારા સર્જાયેલા અગાધ સાહિત્યમાંથી આજે જે ભાગ ઉપલબ્ધ છે એ પણ આપણા સૌના પરમપુણ્યોદયનું જ એક ફળ છે. એની પ્રત્યે ઉદાસીનતા બતાવવાનું મુમુક્ષુ આત્માને તો કોઈ પણ રીતે ન પાલવે. ૧૪૪૪ ગ્રંથોના પ્રણેતા સૂરિપુરંદર આચાર્યભગવંત શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના ગ્રંથો આપણા સુધી પહોંચ્યા એમાં એકમાત્ર પૂજયપાદ ઉપાધ્યાયજી મહારાજના નિર્મળ પ્રયત્ન કારણ છે. તેઓશ્રીના સમકાલીન શ્રી આનંદઘનજી મહારાજ, મહામહોપાધ્યાય શ્રી માનવિજયજી
એક પરિશીલન
Page #7
--------------------------------------------------------------------------
________________
મહારાજ; મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજા આદિ અનેક વિદ્વાન શાસ્ત્રકાર પરમર્ષિઓની અપેક્ષાએ પૂજયશ્રીની શાસ્ત્રરચના-પદ્ધતિ, પદાર્થના પરમરહસ્યને પ્રાપ્ત કરાવવા માટેનું એક અનોખું વિશિષ્ટ સાધન છે.
શ્રીમદ્ આનંદઘનજી મહારાજની અધ્યાત્મિકતા એ વખતે ખૂબ જ પ્રસિદ્ધ હતી. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાને તેઓશ્રીને મળવાની ઘણી જ ભાવના હતી. એકવાર પૂજ્યશ્રી અધ્યાત્મભાવને ઉદ્દેશી વ્યાખ્યાન કરી રહ્યા હતા, ત્યારે શ્રોતાવર્ગમાં એક વૃદ્ધ સાધુ પણ હતા. વ્યાખ્યાનથી પ્રભાવિત બનેલા એ શ્રોતાવર્ગમાં પેલા વૃદ્ધસાધુના મુખ પર જોઇએ તેવી પ્રસન્નતા ન જણાઇ, ત્યારે પૂ. ઉપાધ્યાયજી મહારાજે તેમને વ્યાખ્યાન કરવા વિનંતી કરી. એ મુજબ ત્રણ કલાક તેઓએ પ્રવચન કર્યું. તેનાથી પ્રભાવિત બની પૂજ્યશ્રીએ તેમને તેમનું નામ પૂછ્યું ત્યારે શ્રીમદ્ આનંદઘનજી મહારાજનો પૂ. ઉપાધ્યાયજી મહારાજને પરિચય થયો. એ વખતે આઠ શ્લોકની અષ્ટપદીથી તેમની સ્તવના કરી હતી. કહેવાય છે કે એ વખતે શ્રીમદ્ આનંદઘનજી મહારાજે પણ એ જ રીતે અષ્ટપદીથી પૂજયશ્રીની પણ સ્તવના કરી હતી, પરંતુ એ અષ્ટપદી અત્યારે ઉપલબ્ધ નથી.
શ્રીમદ્ આનંદઘનજી, એ વખતે ખરા અર્થમાં અવધૂત તરીકે પ્રસિદ્ધ હતા. કોઈ કોઈ વાર જ તેઓશ્રી જનસંપર્કમાં આવતા. મોટે ભાગે તેઓ જનસંપર્કથી દૂર રહેતા. તેમની આધ્યાત્મિકતાની સાથે ચમત્કારશક્તિ વગેરે અનેકાનેક સિદ્ધિઓ પણ પ્રસિદ્ધ હતી. કહેવાય છે કે એક વાર રાજાની રાણીને પુત્ર થતો ન હોવાથી રાજાના દુરાગ્રહથી શ્રીમદ્ આનંદઘનજીએ એક તાવીજ બનાવીને રાણીને બાંધવા આપ્યું. યોગાનુયોગ થોડા સમયે રાણીએ પુત્રને જન્મ આપ્યો. રાજાએ ખુશ થઈને આનંદઘનજી મહારાજને ખબર આપ્યા અને જણાવ્યું કે “આપની કૃપાનું ફળ છે.” ત્યારે આનંદઘનજી મહારાજાએ તાવીજ મંગાવીને તેમાંનો કાગળ રાજાને વંચાવ્યો. તેમાં લખ્યું હતું, “રાજાકી રાનીકો લડકા હો યા ન હો ઉસમેં આનંદઘનજી કો ક્યા?” આ વાંચીને રાજાને આનંદઘનજીની નિસ્પૃહતાની ખાતરી થઈ. શ્રીમદ્ પાસે સુવર્ણસિદ્ધિ હતી. કહેવાય છે કે એ અંગે પૂ. ઉપાધ્યાયજી મહારાજે તેઓશ્રી પાસે પ્રાર્થના કરી હતી. પરંતુ શ્રીમદ્ વાત ઉડાવી દીધી. એવું પણ કહેવાય છે કે શ્રીમદ્ આનંદઘનજી મહારાજે સુવર્ણસિદ્ધિ આપવા માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજાને પોતાની પાસે બોલાવ્યા હતા. પૂજયશ્રીને બોલાવ્યા એટલે તેઓશ્રી આવેલા. આઠ દિવસ સુધી ધીરજ રાખીને કોઈ જ વાત ન કરી પણ ત્યાર બાદ પૂજ્યશ્રીએ પોતાને શા માટે બોલાવ્યો છે–એ પૂછ્યું. ત્યારે શ્રીમદ્ આનંદઘનજી મહારાજે જણાવ્યું કે “કામ વગર તો નહિ જ બોલાવ્યા હોય ને? સુવર્ણસિદ્ધિ આપવાની ભાવનાથી તમોને બોલાવ્યા હતા, પરંતુ હવે ભાવના નથી.” આ પ્રમાણે કહીને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજને તેઓશ્રીએ સુવર્ણસિદ્ધિ આપી નહિ. આ બંને વાતમાં કેટલો અંશ સાચો છે – એ કહેવું શક્ય
દાન બત્રીશી
Page #8
--------------------------------------------------------------------------
________________
નથી. પરંતુ મહામહોપાધ્યાયજી મહારાજા પાસે જે સિદ્ધિ હતી તેની આગળ સુવર્ણસિદ્ધિનું કોઈ જ મૂલ્ય નથી. આત્માને પરમાત્મા બનાવી શકે એવા શુદ્ધજ્ઞાનપ્રવાહને વહેવરાવવાનું સામર્થ્ય એ વખતે માત્ર પૂજયશ્રીમાં હતું. આજ સુધીમાં પણ આવા સમર્થ ગ્રંથકારપરમર્ષિની પ્રાપ્તિ આપણને થઈ નથી. આજનું વાતાવરણ જોતાં આવા સમર્થ શક્તિસંપન્ન જ્ઞાની ભગવંતોનો ભવિષ્યમાં સુયોગ મળે – એવું પણ જણાતું નથી. કાશીમાં અધ્યયનકાળ દરમ્યાન ગંગાનદીના કિનારે એકવીસ દિવસની સાધના દ્વારા જેઓએ સરસ્વતીદેવીને સિદ્ધ કરી હતી, તેઓશ્રીને સુવર્ણસિદ્ધિ મળે કે ના મળે એથી શો ફરક પડવાનો હતો? તેઓશ્રીએ સરસ્વતી દેવીની કૃપાથી સર્જેલા ગ્રંથોનું મૂલ્ય સુવર્ણથી પણ વિશેષ છે. પરંતુ ભૌતિક સુંદર સામગ્રીમાં જ શ્રેયઃ સમજનારાઓને એ સમજાવવાનું કોઈ પણ રીતે શક્ય નથી. શ્રી વીતરાગપરમાત્માનું પરમતારક શાસન આવા કોઈ પણ ભૌતિક ચમત્કારોથી પ્રભાવવંતું નથી, પરંતુ તેના લોકોત્તર સ્વરૂપના કારણે જ પ્રભાવવંતું છે. એ લોકોત્તર સ્વરૂપના દર્શન કરાવવાનો પ્રયત્ન કરનારા પરમોપકારી શાસ્ત્રકાર પરમર્ષિઓ જ ખરેખર પરમશાસન પ્રભાવક છે.
અધ્યાત્મસાર; અધ્યાત્મોનિષદ્ અધ્યાત્મમતખંડન; અધ્યાત્મમતપરીક્ષા; નયરહસ્ય; નયપ્રદીપ; નયોપદેશ; ન્યાયાલોક; જૈનતર્કભાષા; જ્ઞાનબિંદુ; ન્યાયખંડનખાદ્ય; માર્ગ પરિશુદ્ધિ; ઉપદેશરહસ્ય; વૈરાગ્યકલ્પલતા; કાત્રિશતાત્રિશિકા; જ્ઞાનસાર; યતિલક્ષણસમુચ્ચય; ગુરુતત્ત્વવિનિશ્ચય; સામાચારી-પ્રકરણ; પ્રતિમાશતક; ભાષારહસ્ય; અધ્યાત્મોપદેશ; સ્યાદ્વાદરહસ્ય; પ્રમાણરહસ્ય; અનેકાન્તવ્યવસ્થા; જ્ઞાનાર્ણવ; ધર્મપરીક્ષા અને પંચનિગ્રંથી... વગેરે અનેકાનેક ગ્રંથોના સર્જનથી પૂજય ઉપાધ્યાયજી મહારાજાએ આપણી ઉપર ખૂબ ખૂબ અનુગ્રહ કર્યો છે. તેમ જ સ્યાદ્વાદકલ્પલતા, કર્મપ્રકૃતિ, ષોડશકપ્રકરણવૃત્તિ, યોગવિશિકા, અષ્ટસહસ્રીવિવરણ આદિ અનેક ટીકાગ્રંથોનું સર્જન કરી પૂજ્યશ્રીએ અન્ય શાસ્ત્રકાર પરમર્ષિઓના શાસ્ત્રના પરમાર્થને આપણા સુધી પહોંચાડ્યો છે. સંસ્કૃત-પ્રાકૃતભાષામાં રચાયેલા અગાધ સાહિત્ય સિવાયનું ગુજરાતી કે હિંદી વગેરે ભાષામાં પૂજ્યશ્રીએ રચેલું સાહિત્ય પણ ખૂબ જ વિશાળ છે. દ્રવ્યગુણપર્યાયનો રાસ, જંબુસ્વામીનો રાસ, સમાધિશતક, સમતાશતક, ૩૫૦, ૧૫૦ અને ૧૨૫ ગાથાનાં સ્તવનો; મૌન એકાદશીનું સ્તવન, ત્રણ ચોવીશી, અઢાર પાપસ્થાનકની સઝાય, આઠ યોગદષ્ટિની સઝાય, સમકિતના સડસઠ બોલની સઝાય, અગિયાર અંગની સજઝાય અને સંયમશ્રેણીની સઝાય વગેરે અનેક કૃતિઓ દ્વારા પૂજય ઉપાધ્યાયજી મહારાજાએ આગમગ્રંથોના ગૂઢ ભાવોને ખૂબ જ સ્પષ્ટપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ બધું સાહિત્ય જોતાં તે વખતના વિદ્વાનવર્ગે પૂજ્યશ્રીને શ્રુતકેવલીની પ્રતીતિ કરાવનારા તરીકે વર્ણવ્યા છે - તે યથાર્થ લાગ્યા વિના નહિ રહે.
એક પરિશીલન
Page #9
--------------------------------------------------------------------------
________________
આ રીતે ૮૦ વર્ષના પોતાના જીવનનો લગભગ સમગ્ર સમય શ્રુતજ્ઞાનની ઉપાસનામાં વ્યતીત કરનારા પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજા વિ.સં. ૧૭૩૪ના મહાસુદ-૫ના દિવસે ડભોઈ મુકામે કાળધર્મ પામ્યા. તેઓશ્રીએ આરંભેલી શ્રુતસાધના આ રીતે વિરામ પામી. પૂજ્યશ્રીની અનન્યસાધારણ જ્ઞાનોપાસનાએ દરેક શ્રુતપ્રેમી ભવ્યાત્માઓના હૃદયમાં પૂજયશ્રીને પ્રતિષ્ઠિત કર્યા છે. શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસનના કોઈ પણ ઉપાસક; પૂજયશ્રીને ક્યારે પણ ભૂલી શકશે નહિ. અંતે પૂજ્યપાદશ્રીના અગાધજ્ઞાનપ્રવાહમાં નિમગ્ન બની આપણા આત્માને પરમાત્મા બનાવવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક અભ્યર્થના છે...
- આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ જૈન ઉપાશ્રય છાપરીયા શેરી, મહીધરપુરા, સુરત. વિ.સં. ૨૦૫૬, કા.વ. ૫, શનિવાર
દાન બત્રીશી
Page #10
--------------------------------------------------------------------------
________________
णमो 5 त्थु णं समणस्स भगवओ महावीरस्स
द्वात्रिंशतो वाचकमुख्यजात-द्वात्रिंशिकानां बुधदुर्गमाणाम् । भवन्तु गम्या अविशालबोधै बुद्ध्येति सारार्थमिहातनोमि ॥
ऐन्द्रवृन्दविनताघ्रियामलं यामलं जिनपतिं समाश्रिताम् ।
योगिनोऽपि विनमन्ति भारती भारती मम ददातु सा सदा ॥ ઇન્દ્રોના સમુદાયથી જેઓશ્રીનાં ચરણયુગલ સારી રીતે નમસ્કૃત થયેલાં છે તે શ્રી જિનેશ્વરદેવને આશ્રયીને રહેલી જેણીને યોગીઓ પણ સારી રીતે નમે છે તે ભારતી-સરસ્વતી મને ભારતી-વાણીને સારી રીતે સદા આપે. __श्रेयोभूतानेकशास्त्रार्थसङ्ग्रहं मनसिकृत्य द्वात्रिंशिकाप्रकरणमारभमाणो ग्रन्थकारो दानधर्मस्य प्राथम्येन परममङ्गलरूपत्वादादौ तद्वात्रिंशिकामाह
કલ્યાણસ્વરૂપ અનેક શાસ્ત્રના અર્થોનો મનમાં સંગ્રહ કરીને કાત્રિશદ્વાáિશિકા પ્રકરણનો પ્રારંભ કરનારા ગ્રંથકાર પરમર્ષિ ચાર પ્રકારના ધર્મમાં પ્રથમ હોવાથી પરમમંગલસ્વરૂપ દાનની બત્રીશી (દ્વાáિશિકા) પ્રથમ કહે છે. અર્થાત્ દાનદ્વત્રિશિકાની રચના પ્રથમ કરે છે–
ऐन्द्रशर्मप्रदं दानमनुकम्पासमन्वितम् ।
भक्त्या सुपात्रदानं तु मोक्षदं देशितं जिनैः ॥१-१॥ ऐन्द्रेति-अनुकम्पासमन्वितमनुकम्पापूर्वकं दानम् । इन्द्रस्य सम्बन्ध्यैन्द्रं यच्छर्म तत्पदं । सांसारिकसुखान्तरप्रदानोपलक्षणमेतत् स्वेष्टबीजप्रणिधानार्थं चेत्थमुपन्यासः । भक्त्या सुपात्रदानं तु जिनैर्भगवद्भिमोक्षदं देशितं, तस्य बोधिप्राप्तिद्वारा भगवत्यां मोक्षफलकत्वाभिधानात् ।।१-१।।
અનુકંપાથી યુક્ત દાન ઈન્દ્રસંબંધી સુખને આપનારું છે. અને ભક્તિપૂર્વક સુપાત્રને અપાતું દાન તો મોક્ષને આપનારું છે – આ પ્રમાણે શ્રી જિનેશ્વર દેવોએ ઉપદેશ્ય છે. આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે, સામાન્યથી અહીં “દાનદ્વાત્રિશિકા” (દાન-બત્રીશી)માં અનુકંપાદાન અને સુપાત્રદાન - આ બે દાનનો વિચાર કર્યો છે. એમાં અનુકંપાપૂર્વક જે દાન છે તેને અનુકંપા-સમન્વિત દાન કહેવાય છે. ઈસંબંધી જે સુખ છે તેને ઐન્દ્રશર્મ કહેવાય છે. અનુકંપાસમન્વિત દાન આપવાથી ઈન્દ્ર સંબંધી સુખ પ્રાપ્ત થાય છે. અહીં ઈન્દ્ર સંબંધી સુખથી સાંસારિક સુખમાત્રનું ગ્રહણ કરવાનું છે. અનુકંપાદાનથી કોઈ પણ સાંસારિક સુખ પ્રાપ્ત થતું હોય છે. આમ છતાં “ઐન્દ્રશર્મપ્રદમ્” આ પ્રમાણે નિર્દેશ કરવાનું કારણ એ છે કે છે આ, ગ્રંથકારશ્રીનું ઈષ્ટ બીજ છે. તેના પ્રણિધાન માટે તેનો પ્રથમ નિર્દેશ એક પરિશીલન
Page #11
--------------------------------------------------------------------------
________________
Tો
.
કર્યો છે. અન્યથા આ લોકનાં સાંસારિક સુખોનો પ્રથમ નિર્દેશ કરીને તેનાથી પરલોકસંબંધી ઇન્દ્ર વગેરેના સુખનો સંગ્રહ કર્યો હોત. - ભક્તિથી અપાતું સુપાત્રદાન મોક્ષને આપનારું છે - તેમ શ્રી જિનેશ્વરદેવે વર્ણવ્યું છે. સુપાત્રદાન સમ્યગ્દર્શનની પ્રાપ્તિ દ્વારા મોક્ષફળનું કારણ છે – એ પ્રમાણે શ્રી ભગવતીસૂત્રમાં જણાવ્યું છે. ll૧-૧૫ અનુકંપા અને ભક્તિના વિષય જણાવાય છે–
अनुकम्पाऽनुकम्प्ये स्याद् भक्तिः पात्रे तु सङ्गता ।
अन्यथाधीस्तु दातॄणामतिचारप्रसञ्जिका ॥१२॥ अनुकम्पेति-अनुकम्पाऽनुकम्प्ये विषये । भक्तिस्तु पात्रे साध्वादौ सङ्गता स्यात् समुचितफलदा स्याद् । अन्यथाधीस्तु अनुकम्प्ये सुपात्रत्वस्य सुपात्रे चानुकम्प्यत्वस्य बुद्धिस्तु दातॄणामतिचारप्रसञ्जिकाऽतिचारापादिका । अत्र यद्यपि सुपात्रत्वधियोऽनुकम्प्येऽसंयतादौ मिथ्यारूपतयाऽतिचारापादकत्वं युज्यते, सुपात्रेऽनुकम्प्यत्वधियस्तु न कथञ्चित्, तत्र ग्लानत्वादिदशायामन्यदाऽपि च स्वेष्टोद्धारप्रतियोगिदुःखाश्रयत्वरूपानुकम्प्यत्वधियः प्रमात्वात्, तथापि स्वापेक्षया हीनत्वे सति स्वेष्टोद्धारप्रतियोगिदुःखाश्रयत्वरूपमनुकम्प्यत्वं तत्राप्रामाणिकमेवेति न दोषः । अपरे त्वाहुः-तत्र प्रागुक्तं निर्विशेषणमनुकम्प्यत्वं प्रतीयमानं साहचर्यादिदोषेण यदा हीनत्वबुद्धिं जनयति तदैवातिचारापादकं नान्यदा, अन्यथाधियो हीनोत्कृष्टयोरुत्कर्षापकर्षबुद्ध्याधानद्वारैव दोषत्वाद् । अत एव न चानुकम्पादानं साधुषु न सम्भवति, “आयरियअणुकंपाए गच्छो अणुकंपिओ महाभागो” इति वचनादित्यष्टकवृत्त्यनुसारेणाचार्यादिष्वप्युत्कृष्टत्वधियोऽप्रतिरोधेऽनुकम्पाऽव्याहतेति । एतन्नये च सुपात्रदानमपि ग्रहीतृदुःखोद्धारोपायत्वेनेष्यमाणमनुकम्पादानमेव, साक्षात्स्वेष्टोपायत्वेनेष्यमाणं चान्यथेति बोध्यम् ।।१-२॥
“અનુકંપ્ય(અનુકંપાપાત્ર)માં અનુકંપા હોય અને સાધુ મહાત્મા વગેરે સત્પાત્રમાં ભક્તિ સંગત છે. આનાથી વિપરીત બુદ્ધિ એટલે અનુકંપ્યને સુપાત્ર માનવાની અને સુપાત્રને અનુકંપ્ય માનવાની બુદ્ધિ દાતાઓને અતિચારનું કારણ બને છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે અનુકંપા કરવા યોગ્યને અનુકંપ્ય કહેવાય છે. અનુકંપ્યમાં અનુકંપ્યત્વનું જ્ઞાન હોય અને તેની અનુકંપા કરાય તો ઉચિત છે. અનુકંપ્યને આપેલું અનુકંપાદાન યોગ્ય છે. આવી જ રીતે પૂ. સાધુભગવંતાદિ ભક્તિ કરવા યોગ્ય હોવાથી સત્પાત્ર છે. એવા સત્પાત્રમાં ભક્તિથી આપેલું સુપાત્રદાન યોગ્ય છે. પરંતુ આનાથી વિપરીત રીતે અનુકંપાપાત્રને સત્પાત્ર અને સત્પાત્રને અનુકંપાપાત્ર માનીને અનુક્રમે ભક્તિપૂર્વક સુપાત્રદાન અને અનુકંપાદાન કરવાથી તે તે પ્રવૃત્તિ દાતાને અતિચારનું કારણ બને છે. ન્યાયની પરિભાષામાં આ વાત સમજાવવી હોય તો; “સુપાત્રત્વપ્રકારક અનુકંપ્યવિશેષ્યક બુદ્ધિ અને સત્પાત્રવિશેષ્યક
દાન બત્રીશી
Page #12
--------------------------------------------------------------------------
________________
અનુકંપ્ય_પ્રકારક બુદ્ધિથી તે તે બુદ્ધિપૂર્વક અનુક્રમે સુપાત્રદાન કરવાથી અને અનુકંપાદાન કરવાથી અતિચારનું આપાદન થાય છે. આ પ્રમાણે સમજાવી શકાય. કહેવાનો આશય એટલો જ છે કે અનુકંપાપાત્રની ભક્તિ ન હોય અને ભક્તિપાત્ર સાધુભગવંતાદિ સ્વરૂપ સત્પાત્રની અનુકંપા ન હોય. અન્યથા એવું કરનારને અતિચાર લાગે છે.
જો કે અનુકંપાપાત્ર અસંયતિ જીવોમાં સુપાત્રત્વની બુદ્ધિ કરવાથી એ બુદ્ધિ મિથ્યા હોવાથી અતિચારનું કારણ બને એ સમજી શકાય છે, પરંતુ સંયતિ એવા સુપાત્રમાં અનુકંપ્યત્વની બુદ્ધિ મિથ્યા ન હોવાથી તેને અતિચારનું કારણ તરીકે માનવાનું કોઈ પણ રીતે ઉચિત નથી. કારણ કે પૂ. સાધુભગવંતો જ્યારે ગ્લાન (બિમાર) હોય અથવા તો વિહારાદિ વખતે ભૂખ્યા તરસ્યા હોય ત્યારે તેઓશ્રીમાં દુઃખ હોય છે. એ દુઃખનો ઉદ્ધાર કરવાની દાતાને ઇચ્છા હોય છે. તેથી સ્વ(દાતા)ને ઇષ્ટ એવા દુઃખોદ્ધારનો પ્રતિયોગી જે દુઃખ છે તેનો આશ્રય પૂ. સાધુ-સાધ્વી વગેરે સત્પાત્ર છે અને તેમાં દુઃખાશ્રયતા રહી છે, તે સ્વરૂપ જ અનુકંપ્યત્વ છે. જેનો ઉદ્ધાર કરવાનો હોય તેને તેનો પ્રતિયોગી કહેવાય છે. દુઃખના ઉદ્ધારનો પ્રતિયોગી દુઃખ છે. આથી સમજી શકાશે કે પોતાને ઇષ્ટ એવા દુઃખોદ્ધારના પ્રતિયોગી એવા દુઃખના આશ્રય સ્વરૂપ અનુકંપ્ય તો સત્પાત્ર પણ છે. તેથી સત્પાત્રમાં અનુકંપ્યત્વની બુદ્ધિ મિથ્યા નથી, તો સત્પાત્રમાં અનુકંપ્યત્વની બુદ્ધિને અતિચારનું કારણ માનવાનું ઉચિત કઈ રીતે ગણાય ?
તોપણ પૂ. સાધુભગવંતોમાં પોતાની (દાતાની) અપેક્ષાએ હીનત્વ(હલકાપણું) ન હોવાથી સ્થાપેક્ષા રીનવિશિષ્ટતાદૃશવાશ્રયત્ન સ્વરૂપ અનુકંપ્યત્વ પ્રામાણિક ન હોવાથી કોઈ દોષ નથી. કહેવાનો ભાવ એ છે કે અનુકંપ્ય (અનુકંપાપાત્ર) તેને કહેવાય છે, કે જેમાં પોતાને ઈષ્ટ એવા દુઃખોદ્ધારના પ્રતિયોગી એવા દુઃખનું આશ્રયત્વ હોય અને પોતાની અપેક્ષાએ હીનત્વ પણ હોય. સત્પાત્રમાં તેવા પ્રકારના દુઃખનું આશ્રયત્વ હોવા છતાં દાતાની પોતાની અપેક્ષાએ હીનત્વ નથી. કારણ કે દાતાની અપેક્ષાએ પૂ. સાધુભગવંતાદિ સત્પાત્ર ઊંચા છે, હલકા નથી. તેથી આવા સત્પાત્રમાં ઉપર જણાવ્યા મુજબના અનુકંપ્યત્વની બુદ્ધિ મિથ્યાસ્વરૂપ જ છે. અને આથી જ તે અતિચારનું કારણ બને છે. આથી સ્પષ્ટ છે કે “અન્યથાથીતુ વાતનેતિવારસા ' - આ પ્રમાણે જણાવવામાં કોઈ દોષ નથી.
બીજા લોકોનું આ વિષયમાં એમ કહેવું છે કે – સામાન્ય રીતે પોતાને ઇષ્ટ એવા દુઃખોદ્ધારના પ્રતિયોગી એવા દુઃખના આશ્રયને જ અનુકંપ્ય કહેવાય છે. એમાં પોતાની અપેક્ષાએ હીનતાનું જ્ઞાન થવું જ જોઈએ - એ જરૂરી નથી. આવા પ્રકારનું અનુકંપ્યત્વનું જ્ઞાન સત્પાત્રમાં થાય તોપણ દોષ નથી. દોષ ત્યારે આવે છે કે જ્યારે સુપાત્ર (સત્પાત્ર) એવા સાધુભગવંતોની સાથે સહવાસાદિ દોષને લઇને તેઓશ્રીમાં હીનત્વની બુદ્ધિને અનુકંપ્યત્વ ઉત્પન્ન કરે; ત્યારે આવી અનુકંપ્યત્વની બુદ્ધિ અતિચારનું કારણ બને છે. જયારે અનુકંપ્યત્વબુદ્ધિ હીનત્વની બુદ્ધિને ઉત્પન્ન એક પરિશીલન
Page #13
--------------------------------------------------------------------------
________________
ન કરે ત્યારે તે અનુકંપ્યત્વની બુદ્ધિ અતિચારનું કારણ બનતી નથી. અન્યથા(મિથ્યા)બુદ્ધિઓ, હીન અને ઉત્કૃષ્ટમાં અનુક્રમે ઉત્કર્ષ(સારાપણું) અને અપકર્ષ(હલકાપણું)ની બુદ્ધિ ઉત્પન્ન કરાવવા દ્વારા જ અતિચાર-સ્વરૂપ દોષનું કારણ બને છે, નહિ તો નથી બનતી.
આથી જ અનુકંપાદાન સાધુમહાત્માઓને અપાતું નથી એવું નથી. અર્થાત્ પૂ. સાધુભગવંતોને વિશે પણ અનુકંપાદાન કરી શકાય છે. કારણ કે “આચાર્યભગવંતની અનુકંપા કરવાથી સમગ્ર ગચ્છની અનુકંપા થાય છે' - આ પ્રમાણે શાસ્ત્રવચન છે. શ્રી અષ્ટક પ્રકરણની ટીકાના અનુસારે આચાર્યભગવંતાદિને વિશે જો ઉત્કૃષ્ટત્વ(ઉત્કર્ષ)ની બુદ્ધિનો પ્રતિરોધ (પ્રતિબંધ) થયો ન હોય તો પૂ. આચાર્યભગવંતાદિની પણ અનુકંપા કરી શકાય છે, એમાં કોઈ દોષ નથી. આ મતમાં ભક્તિથી કરેલું સુપાત્રદાન પણ; સુપાત્ર(ગ્રહણ કરનાર)ના દુઃખને દૂર કરવાના ઉપાયરૂપે હોય તો અનુકંપાદાનસ્વરૂપ જ છે. પરંતુ એ દાન સાક્ષાત પોતાનું (દાતાનું) જે ઈષ્ટ મોક્ષ છે; તેના ઉપાય સ્વરૂપે અપાતું હોય તો સુપાત્રદાન છે.
ગ્રંથકાર પરમર્ષિએ “સ્વાલિયા દીનત્વે સતિ વૈષ્ણોદ્ધારતિયોજિતુ વાયત્વમનુષ્યત્વમ્ - આ પ્રમાણે અનુકષ્પનું સ્વરૂપ જણાવ્યું છે – એ મુજબ પૂ. આચાર્યભગવંતાદિ સુપાત્રની અનુકંપા ન હોય. “સાયરિય-ક્ષyપાઈ છો અનુવકો મહામાયો આ વચનમાં કનુમા શબ્દ ભક્તિસ્વરૂપ અર્થને સમજાવે છે – એ પ્રમાણે શ્રીકલ્પસૂત્રની ટીકામાં મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજાએ જણાવ્યું છે. તેથી જ શ્રીકલ્પસૂત્રમૂળમાં ભગવાન શ્રી મહાવીર પરમાત્માની અનુકંપાથી હરિબૈગમેષી દેવે ગર્ભસંહરણ કર્યું - આ પ્રમાણે જણાવ્યું છે. ત્યાં પણ અનુકંપાનો અર્થ; શ્રી મહાવીર પરમાત્મા પ્રત્યેની ભક્તિ - આ પ્રમાણે કર્યો છે. ત્યાં ગર્ભનું સંહરણ ભગવાનનું દુઃખ દૂર કરવા માટેનું ન હતું - એ સુપ્રસિદ્ધ છે... ઇત્યાદિ વિચારવાથી સમજી શકાશે કે બીજાઓએ જણાવેલી વાતમાં ગ્રંથકારશ્રીને રુચિ નથી. ૧-રા. અનુકંપાનું સ્વરૂપ જણાવાય છે
तत्राद्या दुःखिनां दुःखोदिधीर्षाल्पासुखश्रमात् ।
पृथिव्यादौ जिनार्चादौ यथा तदनुकम्पिनाम् ॥१-३॥ तत्रेति-तत्र भक्त्यनुकम्पयोर्मध्ये आद्याऽनुकम्पा दुःखिनां दुःखार्तानां पुंसां दुःखोद्दिधीर्षा दुःखोद्धारेच्छा । अल्पानामसुखं यस्मादेतादृशो यः श्रमस्तस्माद् । इत्थं च वस्तुगत्या बलवदनिष्टाननुबन्धी यो दुःखिदुःखोद्धारस्तद्विषयिणी स्वस्येच्छाऽनुकम्पेति फलितम् । उदाहरति-यथा जिनार्चादी कार्ये पृथिव्यादौ विषये तदनुकम्पिनामित्थम्भूतभगवत्पूजाप्रदर्शनादिना प्रतिबुद्धाः सन्तः षटकायान् रक्षन्त्विति परिणामवतामित्यर्थः । यद्यपि जिनार्चादिकं भक्त्यनुष्ठानमेव, तथापि तस्य सम्यक्त्वशुद्ध्यर्थत्वात्तस्य चानुकम्पालिङ्गकत्वात्तदर्थकत्वमप्यविरुद्धमेवेति पञ्चलिङ्ग्यादावित्थं व्यवस्थितेरस्माभिरप्येवमुक्तम् ।।१३।।
૧૦
દાન બત્રીશી
Page #14
--------------------------------------------------------------------------
________________
અનુકંપા અને ભક્તિ એ બેમાં અનુકંપા, દુઃખનો ઉદ્ધાર કરવાની ઇચ્છાને કહેવાય છે. એ ઇચ્છાને પૂર્ણ કરતી વખતે જે પ્રયત્ન કરાય છે તે પ્રયત્ન અલ્પ જીવોને અસુખ થાય એવો હોય છે. દા.ત. શ્રી જિનેશ્વરદેવની પૂજા કરતી વખતે પૃથ્વીકાયિકાદિ જીવોને વિશે તેની અનુકંપા કરનારા જીવો તે જીવોની જેમ અનુકંપા કરે છે; તેમ અહીં પણ સમજવું. “શ્રી જિનેશ્વરદેવની પૂજામાં પૂજા કરનારા; પૃથ્વીકાયાદિ જીવોની જેમ અનુકંપા કરે છે તેમ અલ્પ જીવોને જેનાથી અસુખ થાય છે એવા પ્રયત્નથી દુઃખીઓના દુઃખનો ઉદ્ધાર કરવાની જે ઇચ્છા છે તેને અનુકંપા અને ભક્તિ એ બેમાંથી પહેલી અનુકંપા કહેવાય છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો શબ્દશઃ અર્થ છે.
આશય એ છે કે ભક્તિ અને અનુકંપા - એ બેનું સ્વરૂપ વર્ણવતાં પ્રથમ અનુકંપાનું સ્વરૂપ આ શ્લોકથી વર્ણવ્યું છે. જેનાથી અલ્પ જીવોને અસુખ થાય છે એવા શ્રમ-પ્રયત્નને ‘અભ્યાસુખશ્રમ' કહેવાય છે. અસુખ એટલે સુખનો અભાવ. કોઈ પણ જીવને દુઃખ પહોંચાડવાનો પરિણામ ન હોવાથી અને સુખ પ્રાપ્ત કરાવાતું ન હોવાથી અહીં ‘સુવ' પદનો પ્રયોગ કર્યો છે. અલ્પ જીવોને અસુખ થાય એવા શ્રમથી દુઃખીના દુઃખને દૂર કરવાની ઇચ્છાને અનુકંપા કહેવાય છે. આથી સમજી શકાશે કે પરમાર્થથી બલવત્ અનિષ્ટનો અનનબન્ધી એવો જે દુઃખીના દુઃખનો ઉદ્ધાર; તેની ઇચ્છાને અનુકંપા કહેવાય છે. જે ઈષ્ટની પ્રાપ્તિ પછી નરકાદિ અનિષ્ટની પ્રાપ્તિ થાય છે તે ઈષ્ટને બલવદ્ અનિષ્ટનો અનુબંધી કહેવાય છે. કોઈ પણ ઈષ્ટની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરીએ તો દરેક પ્રવૃત્તિ વખતે શ્રમ વગેરે અનિષ્ટની પ્રાપ્તિ તો થતી જ હોય છે. પરંતુ તે બલવત્ હોતું નથી. અહીં પણ દુઃખીના દુઃખનો ઉદ્ધાર કરવા સ્વરૂપ ઇષ્ટની પ્રવૃત્તિ વખતે એવું ના બનવું જોઇએ કે જેથી ભવાંતરમાં આપણે દુર્ગતિનાં ભાજન બનવું પડે. એથી જ જણાવ્યું છે કે અલ્પ જીવોને જેથી અસુખ થાય એવા પ્રયત્નથી જ દુઃખીના દુઃખનો ઉદ્ધાર કરવો. જેનાથી ઘણા જીવોને અસુખ થતું હોય એવો પ્રયત્ન બલવત્ અનિષ્ટનો અનુબંધી બને છે. તેથી તેની વ્યાવૃત્તિ કરવા શ્લોકમાં “ન્ય' પદનો પ્રયોગ કર્યો છે. અલ્પ જીવોને થતું અસુખ પણ આમ તો અનિષ્ટ જ છે; પરંતુ બલવદ્ ન હોવાથી બલવદ્ અનિષ્ટનો અનનુબંધી ‘અભ્યાસુખશ્રમ” છે.
શ્લોકના “વ્યાવી...” આ ઉત્તરાર્ધથી ઉપર જણાવેલી વિગત દષ્ટાંતથી સમજાવી છે. એનો આશય એ છે કે; શ્રી જિનેશ્વરદેવની પૂજા કરતી વખતે પૃથ્વીકાય, અપ્લાય... વગેરે જીવોને અસુખ થતું હોય છે. આમ છતાં પૂજા કરનારના મનનો ભાવ એ છે કે આવા પ્રકારની ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજાનાં દર્શનાદિથી પ્રતિબોધ પામેલા ભવિષ્યમાં છકાય જીવોની રક્ષા કરવાવાળા બને. આ રીતે સર્વ જીવોની રક્ષાના પરિણામ સાથે પૂજા પ્રસંગે થોડા જીવોને
એક પરિશીલન
Page #15
--------------------------------------------------------------------------
________________
અસુખ થાય છે. આવી પૂજા સંબંધી પ્રયત્નવિશેષથી સર્વ જીવોના દુઃખના ઉદ્ધારની ઇચ્છા સ્વરૂપ અનુકંપા ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજા કરનારા કરે છે.
જોકે શ્રી જિનેશ્વરદેવોની પૂજા એ ભક્ત્યનુષ્ઠાન હોવાથી તેને ઉ૫૨ જણાવ્યા મુજબ અનુકંપાપૂર્વકનું અનુકંપાનુષ્ઠાન કહેવાનું ઉચિત નથી, પરંતુ શ્રી જિનેશ્વરદેવની પૂજા સમ્યગ્દર્શનની શુદ્ધિ – નિર્મળતા માટે છે; અને સમ્યગ્દર્શનનું લિંગ (કાર્યસ્વરૂપ લિંગ) અનુકંપા છે. તેથી તે માટે પણ શ્રી જિનપૂજા છે – એમ માનવામાં કોઇ વિરોધ નથી. શ્રી પંચલિંગી વગેરે ગ્રંથમાં એ પ્રમાણે વ્યવસ્થા હોવાથી અમે પણ એ મુજબ કહ્યું છે. ૧-૩ા
अल्पासुखश्रमादित्यस्य कृत्यमाह
અનુકંપાના સ્વરૂપમાં ‘અલ્પામુહશ્રાવ્’ આના ઉલ્લેખનું પ્રયોજન જણાવાય છે—
तोकानामुपकारः स्यादारम्भाद् यत्र भूयसाम् । तत्रानुकम्पा न मता यथेष्टापूर्त्तकर्मसु ॥१-४ ॥
स्तोकानामिति – स्पष्टः । नवरमिष्टापूर्तस्वरूपमेतद् - " ऋत्विग्भिर्मन्त्रसंस्कारैर्ब्राह्मणानां समक्षतः । अन्तर्वेद्यां हि यद्दत्तमिष्टं तदभिधीयते || १ || वापीकूपतडागानि देवतायतनानि च । अन्नप्रदानमेतत्तु पूर्तं તત્ત્વવિો વિવું: ર॥ રૂતિ ||૧-૪||
ગાથાનો અર્થ સ્પષ્ટ છે કે જ્યાં ઘણા જીવોનો આરંભ(હિંસાદિ) થવાથી થોડા જીવોને ઉપકાર થાય છે; ત્યાં ઇષ્ટ અને પૂર્ણ કર્મની જેમ અનુકંપા મનાતી નથી. યજ્ઞાદિ અનુષ્ઠાન કરાવનારા ઋત્વિક્ બ્રાહ્મણો દ્વારા મંત્રાદિસંસ્કારપૂર્વક બ્રાહ્મણો સમક્ષ અંતર્વેદિકામાં જે અપાય છે તે ઇષ્ટ કર્મ છે. અને વાવડીઓ, કૂવા, તળાવ, યક્ષાદિચૈત્યો અને અન્નપ્રદાન : આ બધાને પૂર્વ કર્મ કહેવાય છે.
અહીં સમજી લેવું જોઇએ કે ઇષ્ટ કે પૂર્ત કર્મ સ્થળે નહિ-જેવા થોડા માણસોને દેખીતો (પારમાર્થિક નહિ) લાભ થતો હોય છે; તેથી થોડા લોકો ઉપર ઉપકાર થતો હોય તોપણ મહાઆરંભાદિના કારણે ચિકાર પ્રમાણમાં જીવોની હિંસા વગેરે થાય છે. માટે ઇષ્ટાપૂર્ણ-કર્મસ્થળે અનુકમ્પા મનાતી નથી. શ્રી જિનપૂજાદિ વખતે; પૃથ્વીકાયાદિ થોડા જીવો ઉપર અપકાર બાહ્યદૃષ્ટિએ થવા છતાં ભવિષ્યમાં પૂજાદિનાં દર્શનાદિથી પ્રતિબોધ પામેલા જીવો સકલ જીવોની રક્ષા કરનારા બને, આવી ભાવનાથી ઘણા જીવો ઉપર ઉપકાર થાય છે. તેથી પૂજાદિ અનુષ્ઠાનમાં અનુકંપાનો આશય સ્પષ્ટ છે. ઇષ્ટાપૂર્ત કર્મમાં માત્ર ગણતરીના જ જીવોના પણ લૌકિક લાભનો જ આશય હોવાથી સહેજ પણ અનુકંપા નથી. અહીં યાદ રાખવું જોઇએ કે અનુકંપા પણ લોકોત્તર લાભ (ધર્મ) માટે વિહિત છે. માત્ર ઐહિક લાભના આશયથી કરાતાં અનુષ્ઠાનો અનુકંપાના આશયવાળાં નથી. ઇષ્ટાપૂર્વ કર્મોમાં ગ્રંથકારશ્રીએ સ્પષ્ટપણે અનુકંપાનો અભાવ જણાવ્યો છે,
દાન બત્રીશી
૧૨
Page #16
--------------------------------------------------------------------------
________________
તેથી તેનો ઉપદેશ અપાય નહિ. વાવડીઓ, કૂવા, તળાવ કે સરોવર ખોદાવવાં, યક્ષાદિનાં ચૈત્યો બનાવવા અને અન્નશાળા વગેરે ખોલાવવી... ઇત્યાદિ પૂર્ણ કર્યો છે. નરકાદિ ગતિમાં લઈ જનારાં એ કર્મોનો ઉપદેશ સર્વથા ત્યાજય છે. ll૧-૪
नन्वेवं कारणिकदानशालादिकर्मणोऽप्युच्छेदापत्तिरित्यत आह
ઉપર જણાવ્યા મુજબ પૂર્તકર્મમાં અનુકંપા મનાતી ન હોય તો દાનશાળાદિ પણ પૂર્ણ કર્મ હોવાથી; વિશિષ્ટ કારણે કરાતાં એ કર્મ પણ નહિ કરવાં જોઈએ. એમ થાય તો દાનશાળાદિ કર્મના ઉચ્છેદનો પ્રસંગ આવશે - આ શંકાનું સમાધાન કરતાં કહે છે કે
पुष्टालम्बनमाश्रित्य दानशालादिकर्म यत् ।
तत्तु प्रवचनोन्नत्या बीजाधानादिभावतः ॥१-५॥ पुष्टालम्बनमिति-पुष्टालम्बनं सद्भावकारणमाश्रित्य यद्दानशालादिकर्म प्रदेशिसम्प्रतिराजादीनां । तत्तु प्रवचनस्य प्रशंसादिनोन्नत्या बीजाधानादीनां भावतः सिद्धेर्लोकानाम् ।।१-५॥
શ્રી તીર્થંકર પરમાત્માના પ્રવચનની પ્રશંસા, સ્તવના વગેરેના કારણે જે ઉન્નતિ થાય છે, તેથી લોકોને સમ્યગ્દર્શનાદિના બીજનું આધાન અને ક્રમે કરી બીજનો પ્રરોહ વગેરે થાય છે, તેથી આવા પુષ્ટ આલંબન સ્વરૂપ સદ્ભાવકારણની અપેક્ષાએ પ્રદેશી કે સમ્મતિ રાજા વગેરેનું દાનશાળા વગેરે કાર્ય હતું. તેથી તેમાં પૂર્તકર્મત્વનો પ્રસંગ નથી. પ્રવચનની ઉન્નતિનો જે સદ્ભાવ છે તે પુષ્ટ આલંબનને આશ્રયીને કરાતાં દાનશાળાદિ કર્મો ઇચ્છાપૂર્તિ નથી. II૧-પા પુષ્ટાલંબને કરાતાં દાનશાળાદિ કર્મો ઇષ્ટાપૂર્ણ નથી - તેનું કારણ જણાવાય છે
बहूनामुपकारेण नानुकम्पानिमित्तताम् ।
अतिक्रामति तेनात्र मुख्यो हेतुः शुभाशयः ॥१-६॥ बहूनामिति-ततो निर्वृतिसिद्धबहूनामुपकारेणानुकम्पानिमित्ततां नातिक्रामति । तेन कारणेनात्रानुकम्पोचितफले मुख्यः शुभाशयो हेतुर्दानं तु गौणमेव, वेद्यसंवेद्यपदस्थ एव तागाशयपात्रं तागाशयानुगम एव च निश्चयतोऽनुकम्पेति फलितम् ।।१-६।।
આશય એ છે કે દાનશાળાદિ કર્મથી પ્રવચનની ઉન્નતિ દ્વારા લોકોને બીજાધાનાદિની સિદ્ધિ થાય છે અને તેથી કાલાંતરે મોક્ષની સિદ્ધિ થાય છે. આ રીતે ઘણા જીવોને ઉપકાર થતો હોવાથી તે દાનશાળાદિ કર્મો અનુકંપાનાં નિમિત્તોનું અતિક્રમણ કરતાં નથી. તેથી અહીં અનુકંપાના ઉચિતફળની પ્રાપ્તિમાં મુખ્ય હેતુ શુભાશય (શુભભાવ સ્વરૂપ પુષ્ટ આલંબન) છે. દાનશાળાદિના નિર્માણથી અપાતું અન્નાદિનું દાન તો ગૌણ કારણ છે. ઉપર જણાવ્યા મુજબનો શાસનોન્નતિનો ભાવ વેદસંવેદ્યપદની પ્રાપ્તિ થયા પછી જ આવે છે. મોક્ષ અને સંસારની પ્રાપ્તિના જે હેતુઓ
એક પરિશીલન
Page #17
--------------------------------------------------------------------------
________________
છે તેને યથાર્થપણે જાણવાનું જે આશયવિશેષે બને છે તે આશયવિશેષને વેદ્યસંવેદ્યપદ કહેવાય છે, જેની પ્રાપ્તિ ચોથા ગુણસ્થાનકે અને પાંચમી દષ્ટિમાં થાય છે. આવા આશયને અનુસરવાથી જ નિશ્ચયથી અનુકંપાની પ્રાપ્તિ થાય છે. ઈષ્ટ કે પૂર્વ કર્મમાં એનો સંભવ નથી. ll૧-ell
एतदेव नयप्रदर्शनपूर्व प्रपञ्चयतिઆશયવિશેષથી જ ફલવિશેષની પ્રાપ્તિ થાય છે - આ વાત નયને આશ્રયીને જણાવે છે
क्षेत्रादि व्यवहारेण दृश्यते फलसाधनम् ।
નિશ્ચયેન પુનર્માવઃ વત્ત: wામે Il9-9ી. क्षेत्रादीति-व्यवहारेण पात्रादिभेदात् फलभेदो, निश्चयेन तु भाववैचित्र्यादेवेति तत्त्वम् ।।१-७।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે વ્યવહારનયને આશ્રયીને ભક્તિપાત્ર અને અનુકંપાપાત્ર આ પ્રમાણે પાત્રવિશેષાદિને આશ્રયીને; દાનનું ફળવિશેષ પ્રાપ્ત થાય છે. નિશ્ચયનયની અપેક્ષાએ ભાવવિશેષને કારણે જ ફલવિશેષની પ્રાપ્તિ થાય છે. ll૧-૭ી.
कालालम्बनस्य पुष्टत्वं स्पष्टयितुमाह
ક્ષેત્રાદિવિશેષને આશ્રયીને ફળવિશેષની પ્રાપ્તિ થાય છે - આ પ્રમાણે જે જણાવ્યું છે, ત્યાં કાળની પુષ્ટાલંબનતા (મુખ્યતા) જણાવાય છે
कालेऽल्पमपि लाभाय नाकाले कर्म बहपि । वृष्टौ वृद्धिः कणस्यापि कणकोटि वृथाऽन्यथा ॥१-८॥
ત્તિ રૂતિ સ્પષ્ટ: II9-૮
કહેવાનો આશય એ છે કે યોગ્ય કાળ(અવસરે) અલ્પ એવું પણ કર્મ, લાભનું કારણ બને છે. પરંતુ અકાળે (અનવસરે) ઘણું પણ કર્મ લાભ માટે થતું નથી. વૃષ્ટિ(વરસાદ) થયે છતે એકાદ કણની કરોડગણી વૃદ્ધિ થાય છે. પરંતુ વરસાદ થયો ન હોય તો પુષ્કળ કણની પણ વૃદ્ધિ થતી નથી – એ સ્પષ્ટપણે સમજી શકાય છે. તેથી કોઈ પણ જાતનું શ્રી જિનપૂજાદિ અનુષ્ઠાન; શાસ્ત્રમાં જણાવેલા તે તે નિયત કાળે જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. અન્યથા તે પ્રમાણે ન કરવાથી તે તે અનુષ્ઠાનો અર્થહીન થશે. I૧-૮||
अवसरानुगुण्येनानुकम्पादानस्य प्राधान्यं भगवदृष्टान्तेन समर्थयितुमाहઅવસરોચિત અનુકંપાદાનના પ્રાધાન્યનું સમર્થન કરવા ભગવાનનું દષ્ટાંત જણાવાય છે–
धर्माङ्गत्वं स्फुटीकर्तुं दानस्य भगवानपि । अत एव व्रतं गृह्णन् ददौ संवत्सरं वसु ॥१-९॥
દાન બત્રીશી
Page #18
--------------------------------------------------------------------------
________________
धर्माङ्गत्वमिति– - अत एव कालेऽल्पस्यापि लाभार्थत्वादेव दानस्यानुकम्पादानस्य धर्माङ्गत्वं स्फुटीकर्तुं भगवानपि व्रतं गृह्णन् संवत्सरं वसु ददौ । ततश्च महता धर्मावसरेऽनुष्ठितं सर्वस्याप्यवस्थौचित्ययोगेन धर्माङ्गमिति स्पष्टीभवतीति भावः । तदाह – “धर्माङ्गख्यापनार्थं च दानस्यापि महामतिः । अवस्थौचित्यયોગેન સર્વથૈવાનુજમ્પયા ||9||” કૃતિ ||9-3||
યોગ્ય અવસરે અલ્પ પણ કાર્ય લાભ માટે જ થતું હોવાથી અનુકંપાદાન ધર્મનું અંગ છે - એ સ્પષ્ટ કરવા માટે દીક્ષા ગ્રહણ કરતી વખતે ભગવાને પણ એક વર્ષ સુધી સુવર્ણ-મહોરોનું દાન આપ્યું. તેથી ધર્મના અવસરે આદરેલું અનુકંપાદાન બધાને પોતાની અવસ્થાને અનુરૂપ ધર્મનું કારણ બને છે - એ સ્પષ્ટ થાય છે. અષ્ટકપ્રકરણમાં પણ જણાવ્યું છે કે; “બધાને પોતાની અવસ્થા પ્રમાણે અનુકંપાથી કરેલું દાન પણ ધર્મનું કારણ બને છે - એ જણાવવા માટે બુદ્ધિના નિધાન શ્રી તીર્થંક૨૫૨માત્માએ વાર્ષિકદાન આપ્યું હતું.”
આથી સમજી શકાશે કે અનુકંપાદાનનું કેટલું મહત્ત્વ છે. અનુકંપાદાન પણ વિવેકપૂર્વક કરતાં આવડે તો ચોક્કસ જ ધર્મનું અંગ બન્યા વિના નહિ રહે. વર્તમાનમાં સાચું કહીએ તો દાનનું સ્વરૂપ જ બદલાયું છે. અનુકંપાદાન જે આશયથી વિહિત છે તે આશય તો લગભગ લુપ્ત થયો છે. અનુકંપાદાન કરતી વખતે એટલો તો ઉપયોગ રાખવો જ જોઇએ કે એ દાન પૂર્ણકર્મ ન બને; પરંતુ ધર્મનું અંગ બને. સર્વથા વિવેક વિના કરાતું એ દાન પૂર્ણકર્મનું જ કારણ બનશે. ૧-૯૫
नन्वेवं साधोरप्येतदापत्तिरित्यत आह
ઉપર જણાવ્યા મુજબ અનુકંપાદાન ધર્મનું અંગ બનતું હોવાથી પૂ. સાધુભગવંતોએ પણ તે કરવું જોઇએ - એમ માનવાનો પ્રસંગ આવશે તેથી તેના નિવારણ માટે જણાવાય છે—
साधुनाऽपि दशाभेदं प्राप्यैतदनुकम्पया ।
दत्तं ज्ञाताद् भगवतो रङ्कस्येव सुहस्तिना ॥१- १० ॥
साधुनापीति-साधुनापि महाव्रतधारिणापि दशाभेदं प्राप्य पुष्टालम्बनमाश्रित्यैतद्दानमनुकम्पया दत्तं सुहस्तिनेव रङ्कस्य तदाह - श्रूयते चागमे 'आर्यसुहस्त्याचार्यस्य रङ्कदानमिति' । कुत इत्याह- भगवतः श्रीवर्धमानस्वामिनो ज्ञातात् । तदुक्तम् - " ज्ञापकं चात्र भगवान्निष्क्रान्तोऽपि द्विजन्मने । देवदूष्यं ददद्धीमाननुकम्पाविशेषतः ।।१।।” इति । प्रयोगश्चात्र दशाविशेषे यतेरसंयताय दानमदुष्टम्, अनुकम्पानिमित्तत्वाद्, भगवद्विजन्मदानवदित्याहुः ।।१-१०।।
1
ભગવાન શ્રી વર્ધમાનસ્વામીના દૃષ્ટાંતથી આર્ય શ્રી સુહસ્તિસૂરિ મહારાજાએ રંકને જેમ દાન આપ્યું હતું; તેમ સાધુભગવંતે પણ પુષ્ટ આલંબન સ્વરૂપ દશાવિશેષમાં દાન આપ્યું છે. અર્થાર્ મહાવ્રતધારી એવા સાધુમહાત્માને પણ પૂર્વે જણાવ્યા મુજબ શાસનની ઉન્નતિ સ્વરૂપ પુષ્ટ એક પરિશીલન
૧૫
Page #19
--------------------------------------------------------------------------
________________
આલંબને અનુકંપાદાન કરવામાં દોષ નથી. અનુકંપાદાન; દશાવિશેષમાં દોષાવહ નથી – એ જણાવતાં અષ્ટક પ્રકરણમાં ફરમાવ્યું છે કે “આ વિષયમાં દષ્ટાંત સ્વરૂપ ભગવાન છે. સર્વવિરતિધર્મનો સ્વીકાર કર્યા પછી પણ અનુકંપાવિશેષથી ચારજ્ઞાનવાળા પરમાત્માએ બ્રાહ્મણને દેવદૂષ્ય આપ્યું હતું. આ રીતે દેવદૂષ્યને આપનારા ભગવાન શ્રી વર્ધમાનસ્વામી આ વિષયમાં દષ્ટાંત સ્વરૂપ છે.” આથી સમજી શકાશે કે “દશાવિશેષમાં સાધુભગવંતોએ કરેલું દાન; દુષ્ટ નથી. કારણ કે તે અનુકંપાનું નિમિત્ત છે, ભગવાને બ્રાહ્મણને આપેલા દાનની જેમ.' - આ પ્રમાણે અનુમાન કરી; દશાવિશેષે કરેલું અનુકંપાદાન દુષ્ટ નથી એનો નિર્ણય કરી શકાય છે. ૧-૧૦ના
આ રીતે પુષ્ટઆલંબને પણ પૂ. સાધુભગવંતો અનુકંપાદાન કરે તો અસંયતિને પોષવાના કારણે નરકાદિગતિયોગ્ય કર્મબંધનો પ્રસંગ આવશે - આ શંકા જણાવવાપૂર્વક તેનું સમાધાન કરાય છે–
न चाधिकरणं होतद् विशुद्धाशयतो मतम् ।
अपि त्वन्यद्गुणस्थानं गुणान्तरनिबन्धनम् ॥१-११॥ न चेति-न चैतत्कारणिकं यतिदानमधिकरणं मतम् । अधिक्रियते आत्माऽनेनासंयतसामर्थ्यपोषणत इत्यधिकरणम् । कुत इत्याह-विशुद्धाशयतोऽवस्थौचित्येनाशयविशुद्धर्भावभेदेन कर्मभेदाद् । अनर्थासम्भवमुक्त्वाऽर्थप्राप्तिमप्याह । 'अपि त्विति' अभ्युच्चये । अन्यदधिकृतगुणस्थानकान्मिथ्यादृष्टित्वादेरपरमविरतसम्यग्दृष्ट्यादिकं गुणानां ज्ञानादीनां स्थानं मतं गुणान्तरस्य सर्वविरत्यादेर्निबन्धनम् ।।१-११॥
“પુષ્ટ આલંબને કરેલું આ અનુકંપાદાન; વિશુદ્ધ આશય હોવાથી અધિકરણરૂપે મનાતું નથી. પરંતુ વર્તમાન ગુણોથી ભિન્ન એવા ગુણોનું સ્થાન મનાય છે; જે ભવિષ્યમાં પ્રાપ્ત થનારા ગુણનું કારણ છે...' આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અક્ષરાર્થ છે.
આશય એ છે કે કોઈ પ્રબળ કારણે પૂ. સાધુભગવંતે કરેલું અનુકંપાદાન અધિકરણ બનતું નથી. અર્થાત્ અસંયતિના સામર્થ્યને (તેને દાન આપવા દ્વારા) પુષ્ટ કરવાથી આત્મા નરકાદિ ગતિનો ભાજન બનતો નથી. કારણ કે પોતાની કક્ષા મુજબ ઉચિત પ્રવૃત્તિનો વિશુદ્ધ આશય છે. એક જ સરખું દેખાતું કર્મ (કાય) પણ ભાવ-આશય જુદો હોવાથી જુદું છે – એ સમજી શકાય છે. તેથી પૂ. સાધુભગવંતે કરેલું અનુકંપાદાન; નરકાદિ ગતિ પ્રાયોગ્ય કર્મબંધના કારણ સ્વરૂપ અધિકરણ તો નથી જ; પરંતુ ગુણાંતરના કારણભૂત અન્ય ગુણોનું સ્થાન છે. આ રીતે પુષ્ટ કારણે કરાતા અનુકંપાદાનમાં અનર્થ નથી – એ જણાવીને અર્થ(ઇસ્ટ)પ્રાપ્તિને જણાવી છે. શ્લોકમાં મારે તુ શબ્દ અમ્યુચ્ચય અર્થમાં પ્રયુક્ત છે. એક વસ્તુ જણાવ્યા પછી એને જ દઢતાપૂર્વક પ્રકારમંતરથી જણાવાય છે, ત્યારે અમ્યુચ્ચય હોય છે. ઉપર જણાવ્યા મુજબ અહીં અનુકંપાદાનમાં અનર્થ નથી – એ જણાવીને અર્થપ્રાપ્તિને જણાવી છે. તેથી એ સૂચિત થાય છે કે કોઈ પણ રીતે અનર્થનું કારણ; એ અનુકંપાદાન નથી.
૧૬
દાન બત્રીશી
Page #20
--------------------------------------------------------------------------
________________
અહીં અન્યત્ એટલે મિથ્યાષ્ટિના ગુણસ્થાનક વગેરેથી ભિન્ન અવિરતસમ્યગ્દષ્ટિના ગુણસ્થાનકાદિ; તેના જે સમ્યજ્ઞાનાદિ ગુણો તેનું સ્થાન આ અનુકંપાદાન છે; જે, સર્વવિરતિ વગેરે ગુણોનું કારણ છે. કારણ કે ચોથા, પાંચમા ગુણસ્થાનકે રહેલા જીવોને કાલાંતરે છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. II૧-૧૧
नन्वेवं “गिहिणो वेयावडिअं न कुज्जा” इत्याद्यागमविरोधः ? इत्यत आहપુષ્ટાલંબને પણ આ રીતે પૂ. સાધુભગવંતો અનુકંપા કરે તો “જિળિો વેચાવડાં ન Mા...” - અર્થાત્ “ગૃહસ્થનું વૈયાવૃજ્ય ન કરવું...' - આ પ્રમાણેના આગમના વચનનો વિરોધ આવશે... આવી શંકાનું સમાધાન કરાય છે–
वैयावृत्त्ये गृहस्थानां निषेधः श्रूयते तु यः ।
स औत्सर्गिकतां बिभ्रन् नैतस्यार्थस्य बाधकः ॥१-१२॥ वैयावृत्त्य इति-गृहस्थानां वैयावृत्त्ये तु साधोर्यो निषेधः श्रूयते, स औत्सर्गिकतां बिभ्रन्नैतस्यापवादिकस्यार्थस्य बाधकः । अपवादो [त्सर्ग बाधते न तूत्सर्गोऽपवादमिति ।।१-१२।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે ગૃહસ્થોનું વૈયાવૃત્ય કરવાનો પૂ. સાધુભગવંતો માટે શ્રી દશવૈકાલિક વગેરે આગમમાં જે નિષેધ કરાયો છે; તે નિષેધ ઔત્સર્ગિક છે. અને કારણિક અનુકંપાદાન પૂ. સાધુભગવંતો કરે - એ વિધાન આપવાદિક છે. તેથી અપવાદ વિહિત અનુકંપાદાનનો બાધક ઔત્સર્ગિક વૈયાવૃત્યનિષેધ થઇ શકશે નહિ. કારણ કે અપવાદ ઉત્સર્ગનો બાધ કરે છે, પરંતુ ઉત્સર્ગ અપવાદનો બાધ કરતો નથી... એ સ્પષ્ટ છે. ll૧-૧૨ll
सूत्रान्तरं समाधत्ते
આવી જ રીતે “સૂયગડાંગ’ સૂત્રમાં જે જણાવ્યું છે તેનો પણ વિરોધ આવતો નથી તે જણાવાય છે–
ये तु दानं प्रशंसन्तीत्यादिसूत्रेऽपि सङ्गतः । विहाय विषयो मृग्यो दशाभेदं विपश्चिता ॥१-१३॥
ये त्विति-ये तु दानं प्रशंसन्तीत्यादिसूत्रेऽपि “जे उ दाणं पसंसंति वहमिच्छंति पाणिणं । जे अ णं पडिसेहंति वित्तिच्छेअं करंति ते ।।१।।” इति सूत्रकृतसूत्रेऽपि दशाभेदं विहाय सङ्गतो युक्तो विषयो विपश्चिता मृग्य ऐदम्पर्यशुद्ध्या विचारणीयः । न तु पदार्थमात्रे मूढतया भाव्यम्, अपुष्टालम्बनविषयतयैवास्योपपादनाद् । आह च-“ये तु दानं प्रशंसन्तीत्यादि सूत्रं तु यत्स्मृतम् । अवस्थाभेदविषयं द्रष्टव्यं તન્મદાત્મમઃ II” રૂત્તિ 19-9રૂા.
એક પરિશીલન
Page #21
--------------------------------------------------------------------------
________________
“જેઓ અનુકંપાદાનને પ્રશંસે છે...' ઇત્યાદિ “શ્રી સૂત્રકૃતાંગ' માં જે જણાવ્યું છે તે પણ પુષ્ટાલંબન સ્વરૂપ દશાવિશેષને છોડીને અન્ય વિષયમાં હોવાથી તેનો વિષય અન્યત્ર યુક્ત છે તે બુદ્ધિમાને વિચારવું જોઈએ.” આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે “શ્રી સૂત્રકૃતાંગ' સૂત્રમાં જણાવ્યું છે કે, “જે ૪ વાળ પસંસતિ વ ર્જીતિ ઘoni I ને આ vi દિક્ષેતિ વિચ્છેિ રંતિ તે ” અર્થાત્ જેઓ અનુકંપાદાનને; તે કરવું જોઈએ - ઇત્યાદિ રીતે પ્રશંસે છે તેઓ પ્રાણીઓના વધને ઈચ્છે છે. અને જેઓ અનુકંપાદાનનો, તે કરવું ના જોઇએ - ઈત્યાદિ રીતે નિષેધ કરે છે; તેઓ આજીવિકાનો વિચ્છેદ કરે છે. આથી પુષ્ટાલંબને જેઓ અનુકંપાનું દાન કરે છે, તેમને આ રીતે પ્રાણીવધનું પાપ લાગે છે – એમ સ્પષ્ટ રીતે ઉપર જણાવેલા વચનથી જણાય છે. તેથી સૂત્રકૃતાંગ સૂત્રનો વિરોધ આવે છે; પરંતુ એ વચન પણ અપુષ્ટાલંબને જેઓ અનુકંપાદાન કરે છે તેમને ઉદ્દેશીને છે. પુષ્ટાલંબને કરાતા અનુકંપાદાનની ત્યાં વાત નથી. આ પ્રમાણે “શ્રીસૂટતાં' સૂત્રનો વિષય દશાવિશેષને આશ્રયીને હોવાથી તેનાથી ભિન્ન વિષયમાં તે સૂત્રનો કોઈ વિરોધ નથી.. એ પ્રમાણે બુદ્ધિમાન આત્માએ સૂત્રના તાત્પર્યથી વિચારવું જોઇએ. પરંતુ પદાર્થમાત્રમાં મૂઢતા ધારણ કરવી ના જોઇએ. અપુણાલંબનના વિષયરૂપે જ એ સૂત્રને સંગત કર્યું છે. આથી જ અષ્ટક પ્રકરણમાં ફરમાવ્યું છે કે – જે 7 વાન પ્રાંન્તિ - ઇત્યાદિ જે સૂત્ર આ અનુકંપાદાનના વિષયમાં યાદ કરાય છે તે સૂત્રનો વિષય અવસ્થાવિશેષને આશ્રયીને મહાત્માઓએ જોવો જોઈએ. ૧-૧all
પુન: શક્ત
પૂ. સાધુભગવંતોને પુણ્યબંધ ઇષ્ટ-ઉપાદેય ન હોવાથી પુણ્યબંધના કારણભૂત એવા અનુકંપાદાનને તેઓ કઈ રીતે કરી શકે, આવી શંકા કરે છે–
नन्वेवं पुण्यबन्धः स्यात् साधो न च स इष्यते ।
पुण्यबन्धान्यपीडाभ्यां छन्नं भुङ्क्ते यतो यतिः ॥१-१४॥ नन्विति-नन्वेवमपवादतोऽपि साधोरनुकम्पादानेऽभ्युपगम्यमाने पुण्यबन्धः स्याद्, अनुकम्पायाः सातबन्धहेतुत्वात् । न च स पुण्यबन्ध इष्यते साधोः । यतो यस्माद्यतिः पुण्यबन्धान्यपीडाभ्यां छन्नं भुङ्क्ते II9-9૪||
શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે આ રીતે અપવાદથી પણ પૂ. સાધુભગવંતો અનુકંપાદાન કરે તો તેમને પુણ્યબંધનો પ્રસંગ આવશે. કારણ કે અનુકંપાદાનથી પુણ્યબંધ થાય છે. એ પુણ્ય પૂ. સાધુભગવંતને ઈષ્ટ નથી. તેથી તેઓશ્રીએ અપવાદથી પણ અનુકંપાદાન કરવું ના જોઇએ. “પૂ. સાધુભગવંતોને પુણ્યબંધ ઈષ્ટ નથી એવું નથી.' - આ પ્રમાણે નહીં કહેવું
દાન બત્રીશી
Page #22
--------------------------------------------------------------------------
________________
જોઈએ. કારણ કે પૂ. સાધુભગવંતો ગૃહસ્થોથી છાની રીતે જે ગોચરી વાપરે છે તેની પાછળ એ હેતુ રહ્યો છે કે પુણ્યબંધ અને અન્યને પીડા ન થાય.
કહેવાનું તાત્પર્ય એ છે કે પૂ. મુનિભગવંતો ગૃહસ્થથી છાની રીતે ભિક્ષા ન વાપરે અને તેમના દેખતા ગોચરી વાપરે તો કોઈ વાર કોઈ ગૃહસ્થ ખાવાનું માંગે ત્યારે જો પૂ. મુનિભગવંતો તેને તે આપે તો પુણ્યબંધ થાય અને ન આપે તો તેને દુઃખ થાય. તેથી બંને પ્રસંગને દૂર કરવા માટે પૂ. મુનિભગવંતો ગૃહસ્થના દેખતાં ગોચરી વાપરતા નથી. /૧-૧૪
एतदेव स्पष्टयति
પુણ્યબંધ અને અન્યપીડનને લઈને પૂ. મુનિભગવંતો પ્રચ્છન્ન રીતે ગોચરી વાપરે છે, તે સ્પષ્ટ કરાય છે–
दीनादिदाने पुण्यं स्यात्तददाने च पीडनम् ।
शक्तौ पीडाऽप्रतीकारे शास्त्रार्थस्य च बाधनम् ॥१-१५॥ दीनादीति-प्रकटं भोजने दीनादीनां याचमानानां दाने पुण्यं स्यात् । न चानुकम्पावांस्तेषामदत्वा कदापि भोक्तुं शक्तः । अतिधाष्र्यमवलम्ब्य कथञ्चित्तेषामदाने च पीडनं स्यात्तेषां तदानीमप्रीतिरूपं शासनद्वेषात्परत्र च कुगतिसङ्गतिरूपम् । तदप्रीतिदानपरिणामाभावान्न दोषो भविष्यतीत्याशङ्क्याह-शक्ती सत्यां पीडायाः परदुःखस्याप्रतीकारेऽनुद्धारे च शास्त्रार्थस्य पराप्रीतिपरिहारप्रयलप्रतिपादनरूपस्य बाधनं, रागद्वेषयोरिव शक्तिनिगूहनस्यापि चारित्रप्रतिपक्षत्वात् । प्रसिद्धोऽयमर्थः सप्तमाष्टके ।।१-१५॥
દીન, કૃપણ, અંધ વગેરેને ભોજન વગેરે આપવાથી પુણ્ય બંધાશે. દીનાદિને ભોજનાદિ ન આપીએ તો તેને પીડા થશે. શક્તિ હોવા છતાં પીડાનો પ્રતીકાર ન કરાય તો શાસ્ત્રમાં વિહિત એવા તેનો બાધ થશે.” આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે.
તેનો આશય સ્પષ્ટ છે કે; પૂ. સાધુમહાત્માઓ પ્રગટ ભોજન કરે તો જ્યારે દીન વગેરે લોકો માંગે ત્યારે તેમને ભોજનાદિનું દાન કરવાથી પુણ્યબંધ થશે. કારણ કે જેમને અનુકંપાનો પરિણામ છે તેઓ આપ્યા વિના વાપરી શકતા નથી. અત્યંત ધૃષ્ટતાનું આલંબન લઈને જો દીનાદિને દાન આપવામાં ન આવે તો દીનાદિને અપ્રીતિ થાય; શ્રી જૈનશાસન પ્રત્યે દ્વેષ થાય અને પરલોકમાં કુગતિ પ્રાપ્ત થાય; આવા પ્રકારની પીડા, તે દીનાદિને થાય. “દીનાદિને ભોજનાદિ નહિ આપવાનું શાસ્ત્રથી વિહિત છે, તેથી એ મુજબ પૂ. મુનિભગવંતો ભોજનાદિ તેમને આપે નહિ અને તેથી તેમને પીડા થાય - એ વાત સાચી છે. પરંતુ પૂ. સાધુભગવંતોને; દીનાદિને પીડા પહોંચાડવાનો પરિણામ ન હોવાથી તેમને કોઈ દોષ નથી.” - આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે શક્તિ હોવા છતાં પીડા-પરદુઃખનો ઉદ્ધાર કરવામાં ન આવે તો; બીજાની અપ્રીતિના પરિવાર માટે પ્રયત્ન કરવો જોઈએ' - આ શાસ્ત્રાર્થનો બાધ થશે. કારણ
એક પરિશીલન
૧૯
Page #23
--------------------------------------------------------------------------
________________
કે રાગદ્વેષની જેમ; શક્તિને છુપાવવાનું પણ ચારિત્ર માટે બાધક છે. રાગ અને દ્વેષ જેમ ચારિત્રનો ઘાત કરે છે તેમ શક્તિને છુપાવવાથી પણ ચારિત્રનો ઘાત થાય છે.
આશય એ છે કે શક્તિ હોવા છતાં શ્રી તીર્થંકર પરમાત્માના વચન મુજબ ધર્મ ન કરીએ તો વીર્યંતરાય કર્મનો બંધ થાય છે, જેના વિપાકમાં આત્માના કોઇ પણ ગુણને પ્રગટ કરવામાં સહેજ પણ ઉલ્લાસ જ આવતો નથી. પરિણામે આત્માને ચારિત્રાદિ કોઈ ગુણની પ્રાપ્તિ થતી નથી. એક રીતે વિચારીએ તો સમજાશે કે મોહનીય વગેરે કર્મમાં અંતરાય કર્મ બહુ જ ખરાબ છે. મોહનીયાદિ કર્મના ક્ષયોપશમની આડે આવનારા વર્યાતરાય કર્મના બંધથી સર્વથા દૂર રહેવું જોઇએ. આત્માના અનંતાનંત ગુણોને રોકવાનું કામ આમ જોઈએ તો એકલા વીર્યંતરાયે કર્યું છે. અનાદિકાળથી ગુણ વગરના તો છીએ જ. પરંતુ જ્યારે ગુણથી પરિપૂર્ણ બનવાની સામગ્રી પૂર્ણતાને પામી હોય ત્યારે આ વર્ષીતરાયના વિપાકે એ અવસરને તદન અર્થહીન બનાવ્યો છે. શક્તિનું નિગૂહન (છુપાવવું તે) સમગ્ર ગુણોનું આચ્છાદન છે. માટે ગુણના અર્થી જનોએ શક્તિ છુપાવ્યા વિના શક્તિ પ્રમાણે આગમના વચન મુજબ તેના પાલનમાં પ્રયત્નશીલ બનવું જોઇએ. વીર્યાતરાયકર્મના વિપાકની ભયંકરતા ન સમજાય ત્યાં સુધી ઉપર જણાવેલો અર્થ નહિ સમજાય. જિજ્ઞાસુઓએ અષ્ટક પ્રકરણમાં સાતમા અષ્ટકનું અધ્યયન કરી લેવું જોઈએ. તે અષ્ટકમાં ઉપર જણાવેલી વાત સ્પષ્ટ કરી છે. // ૧-૧૫
આ રીતે કારણે દાન આપવાથી; પૂ. સાધુભગવંતોને વિહિત પ્રવૃત્તિના કારણે પુણ્યબંધ થવા છતાં કોઈ દોષ નથી.' - આ પ્રમાણે માનવામાં દૂષણોત્તર જણાવાય છે –
किं च दानेन भोगाप्तिस्ततो भवपरम्परा ।
धर्माधर्मक्षयान्मुक्ति मुमुक्षो नेष्टमित्यदः ॥१-१६॥ किं चेति-किं च दानेन हेतुना भोगाप्तिर्भवति ततो भवपरम्परा मोहधारावृद्धः । तथा धर्माधर्मयोः पुण्यपापयोः क्षयान्मुक्तिः, इति हेतोरदोऽनुकम्पादानं मुमुक्षोर्नेष्टम् ।।१-१६।।
શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કારણે પણ પૂર્વે જણાવ્યા મુજબ પૂ. સાધુમહાત્માઓ અનુકંપાદાન આપે તો તેમને પુણ્યબંધ થવાથી તેના વિપાકથી ભોગની પ્રાપ્તિ થાય; અને તેથી મોહની ધારા વધવાથી ક્રમે કરી ભવની પરંપરા સર્જાય. કારણ કે ધર્માધર્મસ્વરૂપ પુણ્ય પાપના ક્ષયથી મુક્તિ થાય છે. તેથી મુક્તિમાં બાધક એવું આ અનુકંપાદાન મુમુક્ષુ એવા પૂ. મુનિભગવંતો માટે ઉચિત નથી - એ સ્પષ્ટ છે. ||૧-૧૬ll
सिद्धान्तयति
ઉપર જણાવેલી શંકાનું સમાધાન કરી; પૂ. સાધુભગવંતોએ અનુકંપાદાને કારણે કરવું જોઈએ' - એ વાતનું સમર્થન કરાય છે -
રn
દાન બત્રીશી
Page #24
--------------------------------------------------------------------------
________________
नैवं यत्पुण्यबन्धोऽपि धर्महेतुः शुभोदयः । वह्नेर्दा विनाश्येव नश्वरत्वात् स्वतो मतः ॥१- १७॥
नैवमिति - नैवं यथा प्रागुक्तम् । यद्यस्मात्पुण्यबन्धोऽपि शुभोदयः सद्विपाको धर्महेतुर्मतः । तद्धेतुभिरेव दशाविशेषेऽनुषङ्गः पुण्यानुबन्धिपुण्यबन्धसम्भवात् प्राणातिपातविरमणादौ तथाऽवधारणात् । न चायं मुक्तिपरिपन्थी, दाह्यं विनाश्य वह्नेरिव तस्य पापं विनाश्य स्वतो नश्वरत्वाद् नाशशीलत्वात् । शास्त्रार्थाबाधेन निर्जराप्रतिबन्धकपुण्यबन्धाभावान्नात्र दोष इति गर्भार्थ ः || १-१७।।
પૂર્વે શંકાકારે જણાવ્યા મુજબ પૂ. સાધુભગવંતોને, કારણે પણ કરાતા અનુકંપાદાનથી જે અનિષ્ટ પુણ્યબંધ થાય છે... ઇત્યાદિ જે વાત છે તે બરાબર નથી. કારણ કે જે પુણ્યબંધ થાય છે; તે પણ શુભના ઉદયવાળો અર્થાત્ સદ્વિપાકવાળો અને ધર્મમાં કારણભૂત છે. અનુકંપાદાનની પ્રવૃત્તિથી જ પુષ્ટાલંબનસ્વરૂપ દશાવિશેષમાં અનુષંગથી પુણ્યાનુબંધી પુણ્યનો સંભવ હોવાથી ભોગાદિની પ્રાપ્તિ થાય છે. પ્રાણાતિપાતવિરમણાદિ સ્વરૂપ મહાવ્રતાદિના પાલનમાં આ રીતે પુણ્યાનુબંધી પુણ્યનો સંભવ માન્યો છે; જે, મોક્ષપ્રાપ્તિમાં વિઘ્નસ્વરૂપ નથી. અગ્નિની જેમ પોતાના દાહ્ય(ઇંધન-બાળવાયોગ્ય)નો નાશ કરી પોતાની મેળે નાશ પામવાના સ્વભાવવાળું તે પુણ્યાનુબંધી પુણ્ય છે. પુણ્યાનુબંધી પુણ્ય; પાપનો નાશ કરી પોતાની મેળે જ નાશ પામે છે. જ્યાં શાસ્ત્ર-પ્રતિપાદિત અર્થનો બાધ-વિરોધ થવાથી નિર્જરાની પ્રત્યે પ્રતિબંધક એવો પુણ્યબંધ થાય છે ત્યાં દોષ છે. દશાવિશેષમાં કરાતા અનુકંપાદાનથી શાસ્ત્રાર્થનો બાધ થતો ન હોવાથી ત્યાં નિર્જરાની પ્રત્યે પ્રતિબંધક એવા પુણ્યનો અભાવ હોવાથી કોઇ દોષ નથી. ।।૧-૧૭ના
આપવાદિક અનુકંપાદાનથી થનારા પુણ્યબંધથી ભોગની પ્રાપ્તિ પણ થતી નથી. અને તેથી ભવપરંપરાનો પ્રસંગ આવતો નથી, એ જણાવાય છે—
એક પરિશીલન
भोगातिरपि नैतस्मादभोगपरिणामतः ।
मन्त्रितं श्रद्धया पुंसां जलमप्यमृतायते ॥१- १८॥
भोगाप्तिरिति - भोगप्राप्तिरपि नैतस्मादापवादिकादनुकम्पादानाद् । अभोगपरिणामतो भोगानुभवोपनायकाध्यवसायाभावात् । दृष्टान्तमाह-मन्त्रितं जलमपि पुंसां श्रद्धया भक्त्या अमृतायतेऽमृतकार्यकारि भवति । एवं हि भोगहेतोरप्यात्राध्यवसायविशेषाद्भोगानुपनतिरुपपद्यत इति भावः ।।१-१८।।
આશય એ છે કે કા૨ણે (અપવાદે) કરાતા અનુકંપાદાન વખતે તેનાથી પ્રાપ્ત થનારા પુણ્યાનુબંધી એવા પુણ્યથી મળેલી ભોગસામગ્રીનો ભોગ કરવાનો પરિણામ - અધ્યવસાય ન હોવાથી ખરી રીતે ભોગની પ્રાપ્તિ વગેરે થતી નથી. મંત્રેલું જળ પણ શ્રદ્ધાને લઇને જીવોને
૨૧
Page #25
--------------------------------------------------------------------------
________________
અમૃતનું કાર્ય કરી આપનારું બને છે; તેમ અહીં પુછાલંબને કરેલું અનુકંપાદાન ભોગનું કારણ હોવા છતાં ભોગનો પરિણામ ન હોવાથી ભોગની પ્રાપ્તિ થતી નથી. આથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે શાસનની પ્રભાવના વગેરે પુષ્ટ આલંબનને લઇને અનુકંપાદાન કરવાથી પૂ. સાધુભગવંતોને કોઈ દોષની પ્રાપ્તિ થતી નથી.
અહીં યાદ રાખવું જોઈએ કે ઉપર જણાવેલી વાતને અનુલક્ષી દરેક સાધુ-સાધ્વીને એવી અનુમતિ અપવાદ પણ નથી. પૂ. ગીતાર્થ સાધુમહાત્માને જ એવો વિશિષ્ટ અધિકાર છે. શાસનપ્રભાવનાના યથાર્થ અર્થનો જેને સહેજ પણ ખ્યાલ નથી એવા લોકોને એવી આપવાદિક પ્રવૃત્તિ કરવાનો કોઈ જ અધિકાર નથી. શાસનની આરાધના અને શાસનની પ્રભાવના : એ બંનેનો પરમાર્થ સમજાય તો ચોક્કસ જ વિવેકપૂર્વક વર્તી શકાશે. આજની અનુકંપાદાનની પ્રવૃત્તિ ખૂબ જ વિચિત્ર છે. શાસ્ત્રીય રીતે વિચારીએ તો સમજાશે કે આજની અનુકંપાદાનની પ્રવૃત્તિને અનુકંપાદાન તરીકે વર્ણવી શકાય એવું નથી. સામા જીવના માત્ર દુઃખનો ઉદ્ધાર કરવાની ભાવનાથી જ શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ અનુકંપાદાન વિવેકપૂર્વક કરવાનું છે. એના બદલે મોટા ભાગે સામા જીવ ઉપર ઉપકાર કરવાની ભાવનાથી અનુકંપાદાન થવા માંડ્યું છે. આવી તો કંઈકેટલી ય વિકૃતિઓ અનુકંપાદાનની પ્રવૃત્તિમાં પ્રવેશી છે. આત્માર્થી જનોએ પૂ. ગીતાર્થ ગુરુભગવંત પાસેથી એ જાણી લેવી જોઇએ. ll૧-૧૮
नन्विदं हरिभद्रसम्मत्या भवद्भिर्व्यवस्थाप्यते तेनैव चाभिनिविश्योक्तमित्याशङ्क्याह, અહીં કારણવિશેષમાં પૂ. સાધુભગવંતો અનુકંપાદાન કરે – એ વાતનું સમર્થન; પૂજ્યપાદશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના અષ્ટક પ્રકરણનાં વચનોથી કરાયું છે. પરંતુ તેઓશ્રીએ પોતાની અનુકંપાદાન આપવાની પ્રવૃત્તિના સમર્થન માટે અભિનિવેશકદાગ્રહ)થી અષ્ટક પ્રકરણમાં એ પ્રમાણે જણાવ્યું છે, તેથી તે પ્રમાણભૂત ન મનાય-આ પ્રમાણે શંકા કરીને સમાધાન કરાય છે–
न च स्वदानपोषार्थमुक्तमेतदपेशलम् ।
हरिभद्रो हादोऽभाणीद् यतः संविग्नपाक्षिकः ॥१-१९॥ न चेति - न च स्वदानस्य स्वीयासंयतदानस्य पोषार्थं समर्थनार्थमुक्तमेतदपेशलमसुन्दरम् । यतो यस्मात् संविग्नपाक्षिको हरिभद्रोऽदः प्रागुक्तं हि निश्चितमभाणीत् । न हि संविग्नपाक्षिकोऽनृतं बूते । तदुक्तं सप्तविंशतितमाष्टकविवरणे-“स्वकीयासंयतदानसमर्थनागर्भार्थकमिदं प्रकरणं सूरिणा कृतमिति केचित्कल्पयन्ति । हरिभद्राचार्यो हि भोजनकाले शङ्खवादनपूर्वकमर्थिभ्यो भोजनं दापितवानिति श्रूयते । न चैतत्संभाव्यते, संविग्नपाक्षिको ह्यसौ, न च संविग्नस्य तत्पाक्षिकस्य वाऽनागमिकार्थोपदेशः सम्भवति,
૨૨
દાન બત્રીશી
Page #26
--------------------------------------------------------------------------
________________
तत्त्वहानिप्रसङ्गाद् । आह च-“संविग्नो णुवएसं ण देइ दुब्भासिअं कडुविवागं । जाणतो तम्मि तहा મતદøરો ૩ મિત્તે 19 રૂતિ 9-93II.
“પોતાની અનુકંપાદાનની પ્રવૃત્તિના સમર્થન માટે પૂ.આ.ભ. શ્રી હરિભદ્રસૂરિમહારાજાએ એ (પૂ. સાધુભગવંતોએ કારણે અનુકંપાદાન કરવું જોઇએ - એ) જણાવ્યું છે માટે તે ઉચિત નથી - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ; કારણ કે એ વાત સંવિગ્નપાક્ષિકએવા પૂ. શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ નિશ્ચિતપણે જણાવી છે.” આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે પોતાની અસંયતને દાન આપવાની જે પ્રવૃત્તિ હતી; તેના સમર્થન માટે શ્રી અષ્ટક પ્રકરણમાં ગ્રંથકાર પરમર્ષિશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ “કારણે પૂ. સાધુભગવંતો અનુકંપાદાન કરી શકે'... વગેરે જણાવ્યું છે, માટે તે સુંદર નથી - આ પ્રમાણે શંકા કરનારાનું કહેવું છે. એના સમાધાનમાં અહીં જણાવ્યું છે કે; એ શંકા બરાબર નથી. કારણ કે શ્રી અષ્ટક પ્રકરણના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજા સંવિગ્નપાક્ષિક હતા. નિશ્ચિત રીતે તેઓશ્રીએ જણાવેલી એ વાત સર્વથા સાચી છે. કારણ કે સંવિગ્નપાક્ષિક અસત્ય બોલતા નથી.
એ જ વાત સત્તાવીશમા અષ્ટકના વિવરણમાં જણાવી છે. પોતાની અસંયતને દાન આપવાની પ્રવૃત્તિના સમર્થન માટે આ અષ્ટક છે - એમ કેટલાક લોકો માને છે. ભોજનકાળે પૂ.આ.ભ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા શંખ વગાડવા પૂર્વક અર્થીઓને દાન અપાવતા હતા એમ કહેવાય છે. પરંતુ આ સંભવિત નથી. કારણ કે ગ્રંથકારશ્રી સંવિગ્નપાક્ષિક હતા. જે સંવિગ્ન અથવા સંવિગ્નપાક્ષિક હોય છે તેઓશ્રી આગમવિરુદ્ધ (અનાગમિક) અર્થનો ઉપદેશ આપતા નથી. કારણ કે આગમબાહ્ય અર્થના ઉપદેશથી સંવિગ્ન અથવા સંવિગ્નપાક્ષિકનું સ્વરૂપ જ રહેતું નથી, તેની હાનિ થાય છે. આથી કહ્યું છે કે આગમથી વિરુદ્ધ એવા અર્થનો ઉપદેશ; પરમાર્થથી અનુપદેશ છે. અનુપદેશ દુવચન સ્વરૂપ છે અને ભવાંતરે તે કડવા વિપાકને આપનારો છે – એમ જાણતા હોવાથી સંવિગ્ન કે સંવિગ્નપાક્ષિકો અનુપદેશ આપતા નથી. તેમના વચનમાં તથાકાર (સ્વીકાર) કરવો જોઈએ. એ મુજબ ન કરીએ તો અતથાકાર મિથ્યાત્વસ્વરૂપ છે.. ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧-૧લી. અનુકંપાદાનનું સ્વરૂપ વર્ણવીને હવે સુપાત્રદાનનું સ્વરૂપ વર્ણવાય છે–
भक्तिस्तु भवनिस्तारवाञ्छा स्वस्य सुपात्रतः ।
तया दत्तं सुपात्राय बहुकर्मक्षयक्षमम् ॥१-२०॥ भक्तिस्त्विति - भक्तिस्तु स्वस्य सुपात्रतो भवनिस्तारवाञ्छा । आराध्यत्वेन ज्ञानं भक्तिः, आराधना च गौरवितप्रीतिहेतुः क्रिया गौरवितसेवा चेत्येतदपि फलतो नैतल्लक्षणमतिशेते । तया भवत्या सुपात्राय दत्तं बहुकर्मक्षये क्षमं समर्थं भवति ।।१-२०।।
એક પરિશીલન
Page #27
--------------------------------------------------------------------------
________________
“પોતાને સુપાત્રથી (અર્થાત્ સુપાત્રને દાન આપવા વગેરેથી) ભવથી પાર પામવાની જે ઇચ્છા છે તેને ભક્તિ કહેવાય છે. એ ભક્તિપૂર્વક સુપાત્રમાં આપેલું દાન; ઘણાં કર્મોનો ક્ષય કરવા સમર્થ બને છે.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સુપાત્ર પૂ. સાધુભગવંતાદિને દાન આપીને પોતાને સંસારથી નિસ્તાર પામવાની ઇચ્છાને ભક્તિ કહેવાય છે. ‘આ ગ્રહણ કરો અને મને સંસારથી પાર ઉતારો' - આવી ભાવનાપૂર્વક દાન આપવાથી ભક્તિપૂર્વક સુપાત્રદાન થાય છે.
આરાધ્યસ્વરૂપે સુપાત્રાદિના જ્ઞાનને પણ ભક્તિ કહેવાય છે. ‘આ મારા આરાધ્યઆરાધનીય છે' આવા પ્રકારના જ્ઞાનને ભક્તિ કહેવાય છે. કહેવાનો આશય એ છે કે સુપાત્રને આરાધ્ય માનવાનો પરિણામ જ ભક્તિ છે. આરાધનાના વિષયને આરાધ્ય કહેવાય છે. ગૌરવાન્વિત સુપાત્ર એવા પૂ. સાધુમહાત્માદિની પ્રીતિની કારણભૂત એવી દાનાદિ ક્રિયાને આરાધના કહેવાય છે. દાનાદિ ક્રિયાથી જોકે પૂ. સાધુભગવંતાદિને તેઓ રાગાધીન ન હોવાથી કોઇ પણ રીતે પ્રીતિનો સંભવ નથી. પરંતુ અહીં ગૌરવિત પૂ. સાધુભગવંતાદિની, દાનાદિ ક્રિયા સ્વરૂપ જે સેવા છે તેને આરાધના કહેવાય છે, તેથી કોઇ દોષ નથી.
મૂળ શ્લોકમાં ભવનિસ્તારની ઇચ્છાને ભક્તિ કહી છે અને ટીકામાં જ્ઞાનવિશેષને ભક્તિ તરીકે વર્ણવ્યું છે. આમ જોઇએ તો બંનેમાં ફરક છે. પરંતુ તાદશ ઇચ્છા કે તાદશજ્ઞાન સ્વરૂપ ભક્તિથી ભવનિસ્તારસ્વરૂપ ફળ પ્રાપ્ત થતું હોવાથી ફળને આશ્રયીને ભક્તિના સ્વરૂપમાં કોઇ જ ફરક નથી. જેનું ફળ એક - તુલ્ય - છે; તે કારણમાં ફળને આશ્રયીને ભેદ માનવાનું કોઇ કારણ નથી... તે સમજી શકાય છે. આવી ભક્તિથી સુપાત્રમાં આપેલું દાન; ઘણાં કર્મોનો ક્ષય ક૨વા માટે સમર્થ બને છે. ગૃહસ્થજીવનમાં સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ માટે સુપાત્રદાન જેવું કોઇ ઉત્તમ સાધન નથી. ખૂબ જ સરળતાથી સેવી શકાય એવું એ અદ્ભુત સાધન છે. સુપાત્રદાનમાં કઇ વસ્તુ અપાય છે એનું મહત્ત્વ નથી પરંતુ કેવી ભક્તિથી અપાય છે એનું મહત્ત્વ છે. વસ્તુ ઉત્તમમાં ઉત્તમ હોય પરંતુ ભવનિસ્તારની ભાવના ન હોય તો તેવા સુપાત્રદાનથી કોઇ વિશેષ લાભ નહિ થાય. ‘આપીને છૂટા નથી થવું પણ આપીને મુક્ત થવું છે' - આવી ભાવના કેળવ્યા વિના સુપાત્રદાન સારી રીતે કરી શકાશે નહિ. ।।૧-૨૦ના
તથાદિ
સુપાત્રદાનનું પરિશુદ્ધ સ્વરૂપ સમજાવાય છે—
૨૪
पात्रदानचतुर्भङ्ग्यामाद्यः संशुद्ध इष्यते । द्वितीये भजना शेषावनिष्टफलदौ मतौ ॥१-२१॥
દાન બત્રીશી
Page #28
--------------------------------------------------------------------------
________________
पात्रेति-पात्रदानविषयिणी या चतुर्भङ्गी-संयताय शुद्धदानं, संयतायाशुद्धदानम्, असंयताय शुद्धदानम्, असंयतायाशुद्धदानम्, इत्यभिलापा । तस्यामाद्यो भङ्गः सम्यगतिशयेन शुद्ध इष्यते, निर्जराया एव जनक-त्वात् । द्वितीयभङ्गे कालादिभेदेन फलभावाभावाभ्यां भजना विकल्पात्मिका । शेषौ तृतीयचतुर्थभङ्गौ अनिष्टफलदौ एकान्तकर्मबन्धहेतुत्वान्मतौ ।।१-२१॥
સુપાત્રદાનને આશ્રયીને ચાર ભાંગા (વિકલ્પ-પ્રકાર) થાય છે. તેમાં પ્રથમ ભાંગો શુદ્ધ છે. બીજો ભાગો કોઈ વાર શુદ્ધ અને કોઇવાર અશુદ્ધ (ફળની પ્રત્યે અપ્રયોજક) મનાય છે. બાકીના બે ભાંગા અનિષ્ટ ફળને આપનારા છે.” આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સંયત(સુપાત્રોને શુદ્ધદાન આપવું; સંયતને અશુદ્ધદાન આપવું; અસંયતને શુદ્ધદાન આપવું અને અસંયતને અશુદ્ધદાન આપવું. આ રીતે પાત્રદાન(સુપાત્રદાનને આશ્રયીને)ના વિષયમાં ચાર ભાંગા થાય છે.
આમાંનો પ્રથમ ભંગ (સંયતને શુદ્ધદાન) અત્યંત શુદ્ધ છે; કારણ કે તે નિર્જરાને જ કરાવે છે. સામે સુપાત્ર હોય અને આપવાની વસ્તુ નિરવદ્ય (અચિત્ત) એષણીય (પૂ. સાધુમહાત્માને ચાલે એવી) અને કથ્ય (બેતાળીસ દોષથી રહિત) હોય; આવા વખતે ભક્તિપૂર્વક જે સુપાત્રદાન થાય તે ખૂબ ખૂબ નિર્જરાનું કારણ બને – એ સમજી શકાય છે. જોકે આ રીતે સંયતાત્માને શુદ્ધદાન આપવાનું એટલું સહેલું નથી. હૃદયની અતિશય ઉદારતા હોય તો શુદ્ધ વસ્તુનું દાન કરી શકાય. શુદ્ધ વસ્તુ કોઈ વાર હોય તો તે વખતે સંયતાત્માનો યોગ મળી જ જાય એવું કોઈ વાર જ બને. સંયતાત્માનો યોગ મળે ત્યારે શુદ્ધ વસ્તુ તૈયાર કરવા બેસીએ તો કોઇવાર કોઈને કોઈ દોષ લાગી જાય એવું બને. તેથી સદાને માટે શુદ્ધ દ્રવ્ય આપણી પાસે હોય તો સુપાત્રદાન શુદ્ધ થાય. પરંતુ એ માટે હૈયાની ઉદારતા ઠીક ઠીક પ્રમાણમાં હોવી જોઇએ. શ્રી શાલિભદ્રજીના જીવે અને શ્રીગુણસાર શ્રેષ્ઠી વગેરે પુણ્યાત્માઓએ કરેલા સુપાત્રદાનને નિરંતર યાદ રાખવાથી સુપાત્રદાનના પ્રથમ ભંગની સંશુદ્ધતા બરાબર સમજાશે. સંયોગો મુજબ મર્યાદાનું પાલન કરવાના બદલે મર્યાદાના પાલન માટે સંયોગો ઊભા કરવાથી જ પરમપદે પહોંચવાનું શક્ય બનશે. અન્યથા કોઈ પણ રીતે પરમપદે નહિ પહોંચાય. સુપાત્રને શુદ્ધદાન આપવા માટે શુદ્ધ દ્રવ્ય અને સુપાત્ર બંનેની અપેક્ષા છે. ગમે તે આપવાથી અને ગમે તેને આપવાથી સુપાત્રદાન વિશુદ્ધ થતું નથી – એ યાદ રાખવું જોઈએ.
સંયતાત્માને અશુદ્ધદાન આપવાથી કાલાદિની અપેક્ષાએ નિર્જરારૂપ ફળ મળે અથવા ન પણ મળે તેથી આ બીજા ભાગમાં વૈકલ્પિક શુદ્ધતા છે. આશય એ છે કે દુષ્કાળ વગેરેના કાળને કારણે, અથવા તો વિશિષ્ટ દ્રવ્યના કારણે, અટવી વગેરે ક્ષેત્રના કારણે કે રોગાદિભાવના કારણે સંયતાત્માને કોઈ વાર અશુદ્ધ દાન આપવાનો પ્રસંગ આવે તો એવા દાનથી કર્મનિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ દુષ્કાળસ્વરૂપ કાલાદિનું કોઈ કારણ ન હોય અને સંયમાત્માને
એક પરિશીલન
૨૫
Page #29
--------------------------------------------------------------------------
________________
અશુદ્ધદાન અપાય તો તેથી નિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિ થતી નથી. આ રીતે સંયતાત્માને અશુદ્ધદાન આપવાથી કાલાદિ કારણની અપેક્ષાએ અને કાલાદિ કારણના અભાવની અપેક્ષાએ નિર્જરા સ્વરૂપ ફળની પ્રાપ્તિ અને તેનો અભાવ હોવાથી બીજા ભાંગામાં ફળને આશ્રયીને વિકલ્પાત્મક ભજના છે.
અસંયતને શુદ્ધદાન આપવા સ્વરૂપ ત્રીજો ભાંગો અને અસંયતને અશુદ્ધદાન આપવા સ્વરૂપ ચોથો ભાંગો - આ બંને ભાંગા તો અનિષ્ટ ફળને જ આપનારા છે; કારણ કે અસંયતને શુદ્ધ કે અશુદ્ધ દાન આપવાથી એકાંતે કર્મબંધ થાય છે – એમ મનાય છે. I૧-૨૧|| સુપાત્રદાનના પ્રથમ ભાંગાની શુદ્ધિ જણાવાય છે–
शुद्धं दत्त्वा सुपात्राय सानुबन्धशुभार्जनात् ।
सानुबन्धं न बध्नाति पापं बद्धं च मुञ्चति ॥१-२२॥ शुद्धमिति-सुपात्राय प्रतिहतप्रत्याख्यातपापकर्मणे शुद्धमन्नादिकं दत्वा सानुबन्धस्य पुण्यानुबन्धिनः शुभस्य पुण्यस्यार्जनात् सानुबन्धमनुबन्धसहितं पापं न बध्नाति । बद्धं च पूर्वं पापं मुञ्चति त्यजति । इत्थं च पापनिवृत्तौ प्रयाणभङ्गाप्रयोजकपुण्येन मोक्षसौलभ्यमावेदितं भवति ।।१-२२।।
સુપાત્રને શુદ્ધદાન આપ્યા પછી અનુબંધસહિત શુભપુણ્યનું ઉપાર્જન થતું હોવાથી અનુબંધસહિત પાપનો બંધ થતો નથી અને પૂર્વે બંધાયેલાં પાપથી મુક્ત થવાય છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટ છે કે – જેઓએ ભૂતકાળમાં કરેલાં પાપ કર્મની આલોચનાદિ દ્વારા તેનો ક્ષય કર્યો છે અને ભવિષ્યમાં તે પાપકર્મ નહિ કરવાની પ્રતિજ્ઞા કરી છે એવા સંયતાત્માને શુદ્ધ અન્ન, વસ્ત્ર વગેરે આપવાથી સાનુબંધ-પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન થાય છે. તેથી પાપાનુબંધી પાપનો બંધ દાતાને થતો નથી; અને સુપાત્રદાનને કરનારો પૂર્વે બંધાયેલાં પાપથી મુક્ત બને છે. આ રીતે ક્રમે કરી છે તે પાપની નિવૃત્તિ થયે છતે મોક્ષમાર્ગ તરફના પ્રયાણનો ભંગ કરનાર પુણ્ય ન હોવાથી મોક્ષની પ્રાપ્તિ સુલભ બને છે. કારણ કે અહીં જે પુણ્ય છે તે મોક્ષ તરફના પ્રયાણનો ભંગ કરનારું નથી. II૧-૨રા. સંયતોને અશુદ્ધ વસ્તુનું દાન આપવાસ્વરૂપબીજા ભાંગામાં ફળની વૈકલ્પિકતા જણાવાયછે–
भवेत् पात्रविशेषे वा कारणे वा तथाविधे । अशुद्धस्याऽपि दानं हि द्वयोर्लाभाय नान्यथा ॥१-२३॥
भवेदिति-पात्रविशेषे वा आगमाभिहितस्वरूपक्षपकादिरूपे, कारणे वा तथाविधे दुर्भिक्षदीर्घाध्वग्लानत्वादिरूपे आगाढे । अशुद्धस्यापि दानं हि सुपात्राय द्वयोर्दातृग्रहीत्रोर्लाभाय भवेद्, दातुर्विवेकशुद्धान्तःकरणत्वाद्, ग्रहीतुश्च गीतार्थादिपदवत्त्वात् । नान्यथा पात्रविशेषस्य कारणविशेषस्य वा विरहे ।।१-२३॥
દાન બત્રીશી
Page #30
--------------------------------------------------------------------------
________________
“સુપાત્રવિશેષમાં અથવા તેવા પ્રકારના કારણવિશેષે અશુદ્ધ એવું પણ દાન બંનેના (લેનાર અને આપના૨ના) લાભ માટે થાય છે. અન્યથા અશુદ્ધદાન લાભ માટે થતું નથી.” – આ પ્રમાણે ત્રેવીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આગમમાં જણાવ્યા મુજબ પૂ. ગીતાર્થ અભ્યસ્તયોગી વગેરે વિશિષ્ટ મહાત્માને અશુદ્ધ આહારનું પ્રદાન કરવાથી તેમ જ પૂર્વે જણાવ્યા મુજબ દુષ્કાળ, અટવી વગેરેનું ઉલ્લંઘન અને રોગ વગેરે કારણે મહાત્માને અશુદ્ધ આહારાદિનું પ્રદાન કરવાથી મહાત્મા અને દાન આપનાર ગૃહસ્થ - એ બંનેને લાભ થાય છે. કારણ કે દાન આપનાર ગૃહસ્થ વિવેકથી શુદ્ધ અંતઃકરણવાળો છે; અને મહાત્મા ગીતાર્યાદિપદના સ્વામી છે. અન્યથા સુપાત્ર ગીતાર્થ ન હોય અથવા તો દુષ્કાળાદિ કારણ ન હોય તો સંયતાત્માને અશુદ્ધદાન આપવાથી લેનાર અને આપનાર બંનેને લાભ થતો નથી. ।।૧-૨૩।।
नन्वेवं संयतायाशुद्धदाने फले द्वयोर्भवतु भजना, दातुर्बहुतरनिर्जराऽल्पतरपापकर्मबन्धभागित्वं तु भगवत्युक्तं कथमपवादादावपि भावशुद्ध्या फलाविशेषादित्यत आह
ઉપર જણાવ્યા મુજબ સંયતને અશુદ્ધદાન આપવાથી ફળની પ્રાપ્તિ થાય અથવા ન પણ થાય એ બરાબર છે. પરંતુ સંયતને અશુદ્ધદાન આપવાથી દાતાને કર્મનિર્જરા ઘણી થાય છે અને પાપબંધ ખૂબ જ અલ્પ થાય છે - આ પ્રમાણે જે ભગવતીસૂત્રમાં લખ્યું છે તે કઇ રીતે સંગત થાય ? કારણ કે અપવાદથી પણ અશુદ્ધદાન આપવાથી; આજ્ઞાપાલનનો ભાવ હોવાના કારણે ફળમાં ફરક પડતો નથી - આ શંકાના સમાધાન માટે જણાવાય છે—
अथवा यो गृही मुग्धो लुब्धकज्ञातभावितः । तस्य तत्स्वल्पबन्धाय बहुनिर्जरणाय च ॥१-२४॥
अथवेति-अथवा पक्षान्तरे । यो गृही मुग्धोऽसत्शास्त्रार्थो लुब्धकज्ञातेन मृगेषु लुब्धकानामिव साधुषु श्राद्धानां यथाकथञ्चिदन्नाद्युपढौकनेनानुधावनमेव युक्तमिति पार्श्वस्थप्रदर्शितेन भावितो वासितः । तस्य तत्संयतायाशुद्धदानं तु मुग्धत्वादेव स्वल्पपापबन्धाय बहुकर्मनिर्जरणाय च भवति ॥ १-२४।। “અથવા જે ગૃહસ્થ શિકારીના દૃષ્ટાંતથી ભાવિત એવો મુગ્ધ છે તેને, સંયતને અશુદ્ધદાન આપવાથી ખૂબ જ અલ્પપાપનો બંધ થાય છે અને કર્મનિર્જરા ઘણી થાય છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વ શ્લોકથી ‘સંયતને અશુદ્ધદાન આપવાથી’ ગ્રહણ કરનાર સંયતની અપેક્ષાએ અને દુષ્કાળાદિ કારણની અપેક્ષાએ જે ફળની પ્રાપ્તિ વૈકલ્પિક હતી તે બતાવી છે. હવે આ શ્લોકથી દાન આપનાર ગૃહસ્થની અપેક્ષાએ ફળની વૈકલ્પિકતા જણાવાય છે. શ્લોકમાંનું ‘અથવા’ આ પદ આવા પ્રકારના પક્ષાંતરને જણાવે છે.
જે ગૃહસ્થ મુગ્ધ છે; એટલે કે સત્ શાસ્ત્રોનો અર્થ જાણતો નથી અને પાસસ્થાથી ભાવિત છે, તે મુગ્ધ એવો ગૃહસ્થ સંયતને અશુદ્ધદાન આપે તો તેથી તેને અલ્પ પાપબંધ અને ઘણાં એક પરિશીલન
૨૭
Page #31
--------------------------------------------------------------------------
________________
કર્મની નિર્જરા થાય છે. પાર્થસ્થ - પાસત્થાઓએ એ ગૃહસ્થને એવું સમજાવ્યું છે કે, જેમ શિકારી લોકો ગમે તે રીતે મૃગલાઓની પાછળ દોડ્યા જ કરે છે તેમ ગૃહસ્થ પણ સાધુભગવંતને ગમે તે રીતે દાનાદિ આપવા દ્વારા અનુસરવું જોઇએ. વસ્તુ કેવી છે... વગેરે જોવાની જરૂર નથી. આપવાથી ઘણો જ લાભ છે... વગેરે સાંભળીને ગૃહસ્થ અત્યંત મુગ્ધ હોવાથી શાસ્ત્રના પરમાર્થને સમજ્યા વિના જ્યારે સંયતાત્માને અશુદ્ધદાન આપે છે ત્યારે તે ગૃહસ્થને અત્યંત અલ્પપાપનો બંધ થાય છે; અને કર્મની નિર્જરા ઘણી થાય છે. આથી સમજી શકાશે કે દાતા ગૃહસ્થ ઉપર જણાવ્યા મુજબ પાસત્થાથી ભાવિત અને મુગ્ધ ન હોય ત્યારે તેને, સંયતને અશુદ્ધદાન આપવાથી કર્મનિર્જરા સ્વરૂપ ફળની પ્રાપ્તિ થતી નથી, અન્યથા થાય છે. આ રીતે બીજા ભાગમાં દાતાની અપેક્ષાએ ફળની વૈકલ્પિકતા આ ગાથાથી જણાવી છે.
અહીં યાદ રાખવું જોઇએ કે પહેલા અને બીજા ભાંગામાં સંયતને જ દાન આપવાની વાત છે. ભક્તિપૂર્વક દાન આપવાના પાત્ર તરીકે અહીં સંયતને જ જણાવ્યા છે. અસંયતને દાન આપવાનું તો ઈષ્ટ જ નથી. ઘરે આવ્યા છે માટે ઉચિત કરવું પડે તે જુદી વાત છે. પરંતુ ભક્તિ કરવી હોય તો સુપાત્રની જ કરવાની હોય. માટે દાનમાં પાત્રાપાત્રનો વિવેક પૂર્ણપણે હોવો જોઈએ. અન્યથા વિવેકહીન પ્રવૃત્તિ અનર્થનું કારણ બન્યા વિના નહિ રહે. II૧-૨૪
ઉપર જણાવ્યા મુજબ સંયતને અશુદ્ધદાન આપવાથી ફળની પ્રાપ્તિમાં જે વિકલ્પ દર્શાવ્યો છે તેનું શ્રી સ્થાનાંગાદિ સૂત્રના પાઠથી સમર્થન કરાય છે
इत्थमाशयवैचित्र्यादत्राल्पायुष्कहेतुता ।
युक्ता चाशुभदीर्घायु हेतुता सूत्रदर्शिता ॥१-२५॥ इत्थमिति-इत्थममुना प्रकारेण । आशयवैचित्र्यादावभेदाद् । अत्र संयताशुद्धदाने । अल्पायुष्कहेतुताशुभदीर्घायुहेतुता च । सूत्रदर्शिता स्थानाङ्गाद्युक्ता युक्ता । मुग्धाभिनिविष्टयोरेतदुपपत्तेः । शुद्धदायकापेक्षयाशुद्धदायके मुग्धेऽल्पशुभायुर्बन्धसम्भवात् । क्षुल्लकभवग्रहणरूपाया अल्पतायाश्च सूत्रान्तरविरोधेनासम्भवादिति व्यक्तमदः स्थानाङ्गवृत्त्यादौ ॥१-२५।।
“આ રીતે સંયતને અશુદ્ધદાન આપવાથી ભાવવિશેષને લઇને અલ્પશુભાયુષ્ય કર્મનો બંધ અને અશુભ દીર્ઘ આયુષ્યનો બંધ થાય છે – આ પ્રમાણે શ્રી સ્થાનાંગસૂત્રમાં જણાવેલી વાત સંગત થાય છે.” આ પચીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સંયતોને અશુદ્ધદાન આપવાથી ફળ મળે પણ ખરું અને ન પણ મળે – આ પ્રમાણે ફળની ભજના એકવીસમા શ્લોકમાં વર્ણવી છે. પ્રકારાંતરે એ જ વાત ચોવીસમા શ્લોકમાં જણાવી છે. એનું સમર્થન આ શ્લોકમાં શ્રી સ્થાનાંગસૂત્રના અનુસંધાનથી કર્યું છે.
૨૮
દાન બત્રીશી
Page #32
--------------------------------------------------------------------------
________________
એનો ભાવાર્થ એ છે કે આ રીતે સંયતને અશુદ્ધદાન આપવાથી આશયની વિલક્ષણતાના કારણે દાન આપનારને અલ્પ શુભ-આયુષ્ય કર્મનો બંધ થાય છે. અને કોઈ વાર અશુભ દીર્ઘ આયુષ્યકર્મનો બંધ થાય છે. સંયતને અશુદ્ધદાન આપનાર દાતા જો મુગ્ધ હોય અને પાસત્કાદિથી “સંયતને કોઈ પણ રીતે આપવાથી એકાંતે લાભ જ થાય છે .. ઇત્યાદિ રીતે ભાવિત હોય તો તે દાતાને અલ્પસ્થિતિવાળું શુભ આયુષ્યકર્મ બંધાય છે અને દાતા સંયતની પ્રત્યે દ્વેષ, અસૂયા કે માત્સર્ય વગેરેથી અભિનિવિષ્ટ (અભિનિવેશવાળો) હોય અને તેથી સંયતને અશુદ્ધ દાન આપી ચારિત્રથી ભ્રષ્ટ કરવાના આશયને તે ધરતો હોય ત્યારે તેવા અભિનિવિષ્ટ દાતાને; સંયતને અશુદ્ધ દાન આપવાથી દીર્ઘસ્થિતિવાળું અશુભ આયુષ્યકર્મ બંધાય છે. સંયતને શુદ્ધદાન આપનાર દાતાની અપેક્ષાએ સંયતને અશુદ્ધદાન આપનાર મુગ્ધ દાતાને અલ્પશુભ આયુષ્યકર્મના બંધનો સંભવ છે – એ સમજી શકાય છે.
શ્રી સ્થાનાંગસૂત્રમાં સંયતને અશુદ્ધદાન આપવાથી “અલ્પ આયુષ્યકર્મનો બંધ થાય છે' - આ પ્રમાણે જે જણાવ્યું છે, તે અલ્પ આયુષ્ય; નિગોદના મુલ્લક ભવો(એક શ્વાસોશ્વાસમાં સત્તરથી અધિક ભવો)ની અપેક્ષાએ સમજવું જોઈએ.” - આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે અન્ય ગ્રંથમાં શ્રી ભગવતીસૂત્ર વગેરેમાં) જણાવેલી ઉપર જણાવ્યા મુજબની વાતનો તેથી વિરોધ આવશે. ત્યાં પણ મુગ્ધદાતાને આશ્રયીને સંયતના અશુદ્ધદાનમાં અલ્પ શુભાયુષ્યકર્મના બંધની જ કારણતા વર્ણવી છે. શ્રી સ્થાનાંગસૂત્રની ટીકામાં એ ખૂબ જ સ્પષ્ટપણે વર્ણવ્યું છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જ જાણી લેવું જોઇએ. /I૧-૨પા
સંયતને અશુદ્ધદાન આપવાથી મુગ્ધ અને અભિનિવિષ્ટ દાતાની અપેક્ષાએ ફળની પ્રાપ્તિ અને ફળની અપ્રાપ્તિ (અનિષ્ટની પ્રાપ્તિ) સ્વરૂપ જે ફળની ભજના બતાવી છે – તે અશુદ્ધદાન; આધાર્મિક(પૂ. સાધુ-સાધ્વીને ઉદ્દેશીને બનાવેલ)ના દાન સ્વરૂપ નહીં હોવું જોઇએ. કારણ કે આધાર્મિક અશન-પાનાદિનું દાન એકાંતે દુષ્ટ છે. દાતા ગૃહસ્થ; મુગ્ધ હોય કે અભિનિવિષ્ટ હોય - બંનેને; આધાકર્મિકનું દાન સંયતને આપવાથી એકાંતે દોષની જ પ્રાપ્તિ થાય છે, ફળની પ્રાપ્તિ થતી નથી. શ્રી ભગવતીસૂત્રમાં જે લખ્યું છે કે સંયતને અશુદ્ધદાન આપવાથી દાતાને ઘણી નિર્જરા થાય છે અને અલ્પતર (ખૂબ જ અલ્પ) કર્મબંધ થાય છે. તેમાં પણ “અશુદ્ધ પદ; આધાકર્મિક અશન-પાનાદિને છોડીને સચિત્તસંબદ્ધાદિ અશુદ્ધ અશનપાનાદિને જણાવે છે, આધાકર્મિકના દાન સ્વરૂપ અશુદ્ધને નહિ, કારણ કે આધાર્મિકનું દાન તો એકાંતે દુષ્ટ જ છે.” આવી માન્યતાનું નિરાકરણ છવ્વીસમા શ્લોકથી કરાય છે–
यस्तूत्तरगुणाशुद्धं प्रज्ञप्तिविषयं वदेत् । તેનાડત્ર મનના સૂત્ર વૃષ્ટ સૂત્રને થમ્ ? -૨દ્દા .
એક પરિશીલન
Page #33
--------------------------------------------------------------------------
________________
यस्त्विति-यस्त्वाधाकर्मिकस्यैकान्तदुष्टत्वं मन्यमानः प्रकृतेऽर्थे । प्रज्ञप्तिगोचरं भगवतीविषयम् । उत्तरगुणाशुद्धं वदेत् । शक्यपरित्यागबीजादिसंसक्तान्नादिस्थलेऽप्यप्रासुकानेषणीयपदप्रवृत्तिदर्शनात् । तेन चैवं यूकापरिभवभयात् परिधानं परित्यजता । अत्र विषये । सूत्रकृते । भजनासूत्रम् । कथं दृष्टम् । एवं हि तदनाचारश्रुते श्रूयते-“अहागडाइं भुंजंति अन्नमन्ने सकम्मुणा । उवलित्ते वियाणिज्जा अणुवलित्ते त्ति वा पुणो ।।१।।” अत्र ह्याधाकर्मिकस्य फले भजनैव व्यक्तीकृता, अन्योऽन्यपदग्रहणेनार्थान्तरस्य कर्तुमशक्यत्वात्, स्वरूपतोऽसावद्ये भजनाव्युत्पादनस्यानतिप्रयोजनत्वाच्चेति सङ्क्षपः ।।१-२६॥
આધાકર્મિકદાનને એકાંતે દુષ્ટ માનનાર; શ્રી ભગવતીસૂત્રના વચનને ઉત્તરગુણને આશ્રયીને અશુદ્ધને જણાવનારું કહે છે, તેણે આ વિષયમાં (આધાર્મિક દાનના વિષયમાં) ફળના વિકલ્પને જણાવનારા “સૂત્રકૃત” સૂત્રના પાઠને કેવી રીતે જોયો ?” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે સંયતને અશુદ્ધદાન આપવાથી મુગ્ધ એવા દાતાને અલ્પશુભ આયુષ્યકર્મનો બંધ થાય છે અને અભિનિવિષ્ટ દાતાને દીર્ઘ અશુભ આયુષ્ય કર્મનો બંધ થાય છે. એ પ્રમાણે આ પૂર્વે જણાવ્યું છે. એ વિષયમાં શંકા કરનારે શંકા કરતાં જણાવ્યું છે કે સંયતને અશુદ્ધદાન આપવાથી દાતાને આશ્રયીને શ્રી સ્થાનાંગસૂત્રમાં જે ભેદ (ફળનો ભેદો જણાવ્યો છે; તેમ જ શ્રી ભગવતીસૂત્રમાં પણ સંયતને અશુદ્ધદાન આપવાથી ઘણી કર્મનિર્જરા અને અલ્પતરપાપબંધ થાય છે - આ પ્રમાણે જે જણાવ્યું છે, ત્યાં “અશુદ્ધ પદથી આધાર્મિકને છોડીને અન્ય ઉત્તરગુણાશુદ્ધદાનને આશ્રયીને અશુદ્ધદાન સમજવું જોઇએ. કારણ કે સંયતને આધાકર્મિક દાન આપવાથી એકાંતે દોષ લાગે છે. “શ્રી સ્થાનાંગ અને શ્રી ભગવતીસૂત્રમાં ઉપર જણાવ્યા મુજબ અશુદ્ધદાનને જણાવવા માટે “અપ્રાસુક' અને “અષણીય' શબ્દનો પ્રયોગ હોવાથી આધાર્મિકદાન સ્વરૂપ પણ અશુદ્ધદાન તરીકે ગૃહીત છે. તેથી સંયતને આધાર્મિક અશુદ્ધદાન આપવાથી એકાંતે દોષ લાગે છે – એ વાત બરાબર નથી..” - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે જે અશનપાનાદિમાં સચિત્ત બીજ વગેરે હોય અને પ્રયત્નવિશેષથી દૂર કરી શકાય તેમ હોય એવા પણ અશનપાનાદિને “અમાસુક અને
અનેષણીય’ શબ્દથી જણાવવાની પ્રવૃત્તિ દેખાય છે. સંસફત અશનપાનાદિ વિશોધિકોટિ પ્રકારના અશુદ્ધ છે અને આધાર્મિકાદિ અવિશોધિકોટિ પ્રકારના અશુદ્ધ છે. જે દોષને આહારાદિમાંથી દૂર કરીને આહારાદિ શુદ્ધ-નિર્દોષ) કરી શકાય છે તેને વિશોધિકોટિ પ્રકારના દોષ કહેવાય છે અને જે આધાર્મિકાદિ દોષને કોઈ પણ રીતે દૂર કરી શકાતા ન હોવાથી આહારાદિ અશુદ્ધ જ રહે છે; તે દોષોને અવિશોધિકોટિ પ્રકારના દોષ કહેવાય છે. સંસફત અશનપાનાદિ ઉત્તરગુણાશુદ્ધ છે અને આધાર્મિકાદિ મૂલગુણાશુદ્ધ છે. તેથી શ્રી સ્થાનાંગાદિસૂત્રમાં જણાવેલી એ વાત ઉત્તરગુણાશુદ્ધ દાનને આશ્રયીને છે પરંતુ આધાર્મિકદાનને
૩૦
દાન બત્રીશી
Page #34
--------------------------------------------------------------------------
________________
આશ્રયીને એ વાત નથી. આધાર્મિકદાન તો એકાંતે દુષ્ટ છે... આવી માન્યતા શંકાકારની છે. તેનું નિરાકરણ કરતાં શ્લોકના ઉત્તરાર્ધથી ફરમાવ્યું છે કે
આધાર્મિકદાન એકાંતે દુષ્ટ છે આવી પોતાની માન્યતાની હાનિ ન થાય એ માટે શંકાકારે શ્રી ભગવતી વગેરે સૂત્રના પાઠમાં “અશુદ્ધ' (અપ્રાસુક-અષણીય) પદથી આધાર્મિકને છોડીને અન્ય ઉત્તરગુણાશુદ્ધદાન જ વિવક્ષિત છે - આ પ્રમાણે કહીને શ્રી ભગવતીસૂત્રનો વિરોધ દૂર કર્યો પરંતુ આમ કરવાથી શ્રી સૂત્રકૃતસૂત્રમાં જણાવેલી વાતનો વિરોધ આવે છે તે ના જોયું. જૂ કરડવાના ભયથી શરીર પરનાં કપડાં તો દૂર કર્યા પરંતુ તેથી નાગા દેખાઈશું - એનો વિચાર ન કર્યો. જૂ કરડવાથી કોઈ નાગા થતા નથી. શંકા કરનારે શ્રી ભગવતીસૂત્રના વિરોધને દૂર કરી શ્રી સૂત્રકૃતસૂત્રના વિરોધ સામે ન જોયું. શ્રી સૂત્રકૃતસૂત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે – “આધાકર્મિક આહારાદિનો જેઓ પરસ્પર ઉપયોગ કરે છે તેઓ પોતાના કર્મથી (આધાર્મિક આહારાદિના ઉપયોગના કારણે બંધાયેલાં કર્મથી) લેપાયેલા જાણવા; અથવા નહિ લેપાયેલા જાણવા.” આશય એ છે કે સંયતને આધાર્મિક લેવાથી અને દાતા ગૃહસ્થને આધાકર્મિક આપવાથી સ્વકર્મનો લેપ થાય છે અથવા નથી પણ થતો. આ રીતે આધાર્મિક આહાર વગેરેને લેનાર અને આપનાર બંનેને આશ્રયીને ફળનો વિકલ્પ જણાવ્યો છે. આધાર્મિકદાન; જો એકાંતે દુષ્ટ હોય તો શ્રી સૂત્રકૃતસૂત્રમાં જણાવેલી વાતમાં વિરોધ આવશે. તેથી શંકાકારની વાત બરાબર નથી. આધાકર્મિકદાન લેનાર ગીતાર્થ હોય અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવના આલંબને લેતા હોય તો તેઓશ્રીને કર્મબંધ થતો નથી. પરંતુ એવું ન હોય તો તેઓશ્રીને કર્મબંધ થાય છે. આવી જ રીતે આધાર્મિક દાન આપનાર ગૃહસ્થ પાસત્યાદિથી ભાવિત મુગ્ધ હોય તો તેને તે વખતે કર્મબંધ થતો નથી, પરંતુ આધાર્મિક દાન આપનાર ગૃહસ્થ અભિનિવિષ્ટ હોય તો તેને તેવું અશુદ્ધદાન આપતી વખતે કર્મબંધ થાય છે. શ્રી સૂત્રાકૃતાંગ સૂત્રમાં એ રીતે સંયતને આધાર્મિક દાન આપવાથી ફળની ભજના સ્પષ્ટપણે જણાવી છે. આધાકર્મિકદાનને એકાંતે દુષ્ટ માનનારને શ્રી સૂત્રકૃતાંગ સૂત્રનો વિરોધ સ્પષ્ટ છે.
શ્રી સૂત્રકૃતસૂત્રનો વિરોધ દૂર કરવા માટે આધાર્મિકદાનને એકાંતે દુષ્ટ માનનાર એમ કહી શકશે નહિ કે સૂત્રની વાત આધાર્મિક લેનાર સંયતમાત્ર માટે છે પરંતુ આધાર્મિકદાન આપનાર ગૃહસ્થ માટે નહિ. આવો અર્થ નહિ કરી શકવાનું કારણ એ છે કે સૂત્રમાં “અન્યોન્ય' પદનો પ્રયોગ છે. તેનો અર્થ પરસ્પર' - આ પ્રમાણે હોવાથી આધાર્મિકદાન આપનાર અને લેનાર - બંનેના માટેની એ વાત છે. તેથી ઉપર જણાવેલા અર્થથી જુદો અર્થ કરવાની કોઈ જ શક્યતા નથી.
શ્રી સૂત્રકૃતસૂત્રમાં મહાકાહું મુંનંતિ.. ઈત્યાદિ જે પાઠ છે તે; સ્વરૂપથી જે અસાવદ્યગૃહસ્થ પોતાના માટે કરેલું છે; તેના ઉપયોગમાં ફળની ભજનાને જણાવે છે. આ ધાર્મિક તો એકાંતે દુષ્ટ જ છે. યથાકૃત (ગૃહસ્થ પોતાના માટે બનાવેલ) અશનાદિના પરિભોગના વિષયમાં એક પરિશીલન
૩૧
Page #35
--------------------------------------------------------------------------
________________
રાગ કે દ્વેષને આશ્રયીને ફળની પ્રાપ્તિનો અભાવ અને કર્મબંધ થાય છે તેમ જ રાગ કે દ્વેષના અભાવને આશ્રયીને કર્મબંધનો અભાવ થાય છે. ઇત્યાદિ જણાવે છે.” આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે સ્વરૂપથી અસાવદ્ય અશનાદિના દાનમાં કે પરિભોગમાં ફળનો વિકલ્પ જણાવવાનું કોઈ જ તાત્પર્ય નથી. તે પરિશુદ્ધ હોવાથી તેમાં વસ્તુતઃ કોઈ દોષ નથી. રાગાદિને લઈને દોષ તો સર્વત્ર છે. એનું નિરૂપણ કરવાનું અહીં કોઈ પ્રયોજન નથી. ૧-૨૬ll
અસંયતને શુદ્ધદાન આપવું અને અસંયતને અશુદ્ધદાન આપવું – આ ત્રીજા અને ચોથા ભાંગાને આશ્રયીને અનિષ્ટ વર્ણવાય છે–
शुद्धं वा यदशुद्धं वाऽसंयताय प्रदीयते ।
गुरुत्वबुद्ध्या तत्कर्मबन्धकृन्नानुकम्पया ॥१-२७॥ शुद्धं चेति-असंयताय यच्छुद्धं वाऽशुद्धं वा गुरुत्वबुद्ध्या प्रदीयते । तदसाधुषु साधुसंज्ञया कर्मबन्धकृत् । न पुनरनुकम्पया, अनुकम्पादानस्य क्वाप्यनिषिद्धत्वाद्, “अणुकंपादाणं पुण जिणेहि न कयाइ સિમિતિ” વવના 9-રા.
શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે સુપાત્રને આશ્રયીને દાનના પહેલા અને બીજા પ્રકારના ફળનું વર્ણન કર્યું. હવે જે સુપાત્ર નથી એવા અસંયતને આશ્રયીને શુદ્ધદાન આપવા સ્વરૂપ ત્રીજા ભાંગાનું અને અશુદ્ધદાન આપવા સ્વરૂપ ચોથા ભાંગાનું વર્ણન આ શ્લોકથી કર્યું છે. અસંયતને ગુરુ માનીને શુદ્ધ કે અશુદ્ધ દાન આપવામાં આવે તો અસાધુમાં સાધુપણાની બુદ્ધિના કારણે કર્મબંધ થાય છે.
અસાધુને સાધુ માનવાનું કામ ખૂબ જ ખરાબ છે. અસાધુને સાધુ માનીને તેમને અશુદ્ધ કે શુદ્ધ દાન આપવું એ તો એથીય ભયંકર છે. એમાં તો એકાંતે શ્રી તીર્થંકર પરમાત્માના પરમતારક વચનની ઘોર અવજ્ઞા થાય છે. સાધુ અને અસાધુ – એ બે વચ્ચેના ભેદને સમજ્યા વિના અસાધુને સાધુ માની ભક્તિ કરવાથી શ્રી સર્વજ્ઞભગવંતોની સર્વજ્ઞતા ઉપરનો અવિશ્વાસ વ્યક્ત થતો હોય છે. જેઓશ્રીના પરમતારક વચનથી જ સુપાત્રદાનની પ્રવૃત્તિ શરૂ કરી હોય અને તે વખતે સુપાત્ર-કુપાત્રનો વિવેક પણ ન હોય - એ ખૂબ જ વિચિત્ર મનોદશાને વર્ણવે છે. માત્ર વેષ જોઈને કે સામાન્ય બાહ્ય ગુણોને જોઈને સુપાત્રદાન કરવાથી કર્મબંધ થાય છે. મોક્ષપ્રાપ્તિનું જે કારણ હતું તે કર્મબંધનું જો કારણ બનતું હોય તો તેનું કારણ એ છે કે સુપાત્ર અને કુપાત્રનો વિવેક કર્યો નથી. સુપાત્રદાન કરનારે એ વિવેક ચૂકવો ના જોઇએ. સુપાત્ર અને કુપાત્ર – બંને ઉપર સમદષ્ટિ રાખીને ભક્તિ કરવાથી સુપાત્રની અવજ્ઞા થતી હોય છે. સુસાધુ અને કુસાધુ વચ્ચેનો ભેદ પરખવાનું સરળ નથી. એ માટે ખૂબ જ ઉપયોગપૂર્વક પ્રયત્ન કરવો પડે. “સંયત અને અસંયતની વચ્ચેના ફરકને જોવાની આવશ્યકતા નથી. ગમે તેમ તોય આપણા
૩૨
દાન બત્રીશી
Page #36
--------------------------------------------------------------------------
________________
કરતાં સારા છે. તેમની ભક્તિ કરવામાં એકાંતે લાભ છે.”.. વગેરે વાતોનો આ શ્લોકની સાથે મેળ બેસે એવો નથી. એવી વાતોને કાને ધર્યા વિના સંયત અને અસંયતનો વિવેક કરીને જ સુપાત્રદાન કરવું જોઇએ. અન્યથા અપાત્રને-અસંયતને- સંયત માનીને શુદ્ધ કે અશુદ્ધ દાન આપવાથી કર્મબંધ જ થશે.
અહીં યાદ રાખવું જોઇએ કે અસંયતને દાન આપવાનો નિષેધ નથી. અસંયતને ગુરુ માનીને જ દાન આપવાનો નિષેધ છે. અસંયતનાં દુઃખ દૂર કરવાની ભાવનાથી અથવા તો ઘરે આવ્યા છે તો ઔચિત્ય જાળવવું જોઈએ - એવી ભાવનાથી અસંયતને અનુકંપાદાન કે ઉચિતદાન આપવાનો નિષેધ નથી. એ દાનથી કર્મબંધ થતો નથી. કારણ કે અનુકંપાદાનનો કોઈ પણ સ્થાને શ્રી જિનેશ્વરદેવોએ નિષેધ કર્યો નથી... ઇત્યાદિ પૂ. ગીતાર્થ ભગવંતો પાસેથી બરાબર જાણી લેવું જોઇએ. I૧-૨શા
અસંયતને શુદ્ધ કે અશુદ્ધ દાન આપવાથી જે અનિષ્ટ પ્રાપ્ત થાય છે તેની ભયંકરતાને દષ્ટાંતથી જણાવાય છે–
दोषपोषकतां ज्ञात्वा तामुपेक्ष्य ददज्जनः । .
प्रज्वाल्य चन्दनं कुर्यात् कष्टामगारजीविकाम् ॥१-२८॥ તોતિ–સ્પષ્ટ: Il9-૨૮.
અસંયતને ગુરુ માનીને ભક્તિપૂર્વક દાન આપવાથી તેની અસંયતતા સ્વરૂપ દોષનું પોષણ થાય છે – એમ જાણવા છતાં તેની ઉપેક્ષા કરીને જેઓ અસંયતને શુદ્ધ કે અશુદ્ધદાન આપે છે તેઓ ચંદનનાં કાષ્ઠને બાળીને કોલસા બનાવવાનો કષ્ટમય વ્યાપાર(ધંધો) કરે છે - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે – આપણી પાસે ચંદનનાં કાષ્ઠ હોય અને તેને બાળીને કોલસા બનાવીને જીવનનો નિર્વાહ કરવાનો આપણને પ્રસંગ આવે તો એ કેટલું ખરાબ કહેવાય - એ આપણે સમજી શકીએ છીએ. બસ! આવી જ સ્થિતિ; અસંયતને સંયત માનીને દાન આપવાથી સર્જાય છે. ચંદનના કાષ્ઠની કિંમત કેટલી અને કોલસાની કિંમત કેટલી - એનો જેને ખ્યાલ છે; તે માણસ ચંદનનાં કાષ્ઠના અંગારાથી આજીવિકા ચલાવવાનો વિચાર પણ ના કરે. સુપાત્રદાનનું મહત્ત્વ જેને ખ્યાલમાં છે, તે કુપાત્રને સુપાત્ર માનીને દાન આપવાનો વિચાર ન જ કરે – એ સમજી શકાય છે.
વર્તમાનમાં ઉપર જણાવેલી વાતની ઘોર ઉપેક્ષા સેવાય છે. માર્ગ દર્શાવવાના સ્થાનેથી પણ સુપાત્ર-કુપાત્રનો વિવેક કરવા પ્રત્યે દુર્લક્ષ્ય કરાય છે - એ ખૂબ જ અનુચિત છે. માર્ગદર્શકોએ ગૃહસ્થ દાતાઓને સંયત અને અસંયતનો ભેદ સ્પષ્ટપણે સમજાવવો જોઈએ. સાથે સાથે અસંયતને ભક્તિપૂર્વક દાન આપવાથી ખૂબ જ અનિષ્ટ થાય છે - એ પણ સમજાવવું જોઇએ.
એક પરિશીલન
૩૩
Page #37
--------------------------------------------------------------------------
________________
બધાને સરખા માનવાની વાત આ શ્લોકને અનુરૂપ નથી. માત્ર પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે શાસ્ત્ર-નિરપેક્ષ વાતો કરવાથી પરમતારક શ્રી જિનશાસનનું ગૌરવ વધતું નથી. ll૧-૨૮ દાનના ચાર ભાંગા(પ્રકાર)નું નિરૂપણ કરીને હવે સુપાત્રના પ્રકાર જણાવાય છે
अतः पात्रं परीक्षेत दानशौण्डः स्वयं धिया ।
तत् त्रिधा स्यान्मुनिः श्राद्धः सम्यग्दृष्टिस्तथापरः ॥१-२९॥ ગત રૂતિ સ્પષ્ટ: I9-૨૧
સંયતને શુદ્ધદાન અને કારણે અશુદ્ધદાન આપવાથી ઈષ્ટની પ્રાપ્તિ થાય છે; અને અસંયતને શુદ્ધ કે અશુદ્ધદાન આપવાથી અનિષ્ટની પ્રાપ્તિ થાય છે. તેથી દાન આપવામાં તત્પર એવા ગૃહસ્થ પાત્ર(સદસત્પાત્ર)ની પરીક્ષા કરવી જોઇએ. તે પાત્ર (સત્પાત્ર) ત્રણ પ્રકારનું છે. મુનિ, શ્રાવક અને સમ્યગ્દષ્ટિ: આ ત્રણ પાત્ર, દાન આપવા માટે યોગ્ય છે. કહેવાનો આશય એ છે કે સુપાત્રદાન કરવાની ભાવનાવાળાએ સુપાત્રને બરાબર શોધી લેવું જોઈએ. જે સુપાત્ર ન હોય તેને સુપાત્ર માનીને દાન આપવાથી જે અનિષ્ટની પ્રાપ્તિ થાય છે; તેનાથી દૂર રહેવા સુપાત્રને જાણી લેવાનું ખૂબ જ આવશ્યક છે.
સર્વવિરતિને ધરનારા પૂ. મુનિભગવંતો, દેશવિરતિને ધરનારા શ્રાવકો અને સમ્યગ્દર્શનને ધરનારા સમ્યગ્દષ્ટિ આત્માઓ સત્પાત્ર છે. એની ભક્તિ ભાવથી નિસ્તારનારી છે. ગૃહસ્થજીવનમાં મોક્ષસાધક યોગની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કરવો પડે છે - એ પ્રયત્નની અપેક્ષાએ ખૂબ જ અલ્પ પ્રયત્ન સુપાત્રદાનનો યોગ પ્રાપ્ત થતો હોય છે. સુપાત્રદાન માટે કોઈ સાધન પ્રાપ્ત કરવાનું નથી. પોતાની પાસે જે છે તેનો ઉપયોગ કરી સુપાત્રદાન કરવાનું છે. ભવથી નિસ્તરવાની ભાવના હોય તો એ માટે સુપાત્રદાન જેવું કોઇ સરળ અને સરસ સાધન નથી. કોણ જાણે કેમ એની ઉપેક્ષા સેવાય છે - એ સમજાતું નથી. જ્યાં પણ થોડીઘણી પ્રવૃત્તિ દેખાય છે; ત્યાં ભવથી નિસ્તરવાની ભાવનાનાં દર્શન ભાગ્યે જ થતાં હોય છે. મોટા ભાગે, “આપવાથી મળે છે' - એવી ભાવના ત્યાં કામ કરતી જોવા મળે છે. આપવાથી મળે છે એમાં ના નહિ. પરંતુ આપવાનું, મેળવવા માટે નથી - એ યાદ રાખવું જોઈએ. પૂ. મુનિભગવંતોને મુનિભગવંત તરીકે જાણીને જેમ સુપાત્રદાન કરવાનું છે તેમ શ્રાવકોને અને સમ્યગ્દષ્ટિ આત્માને પણ તે તે સ્વરૂપે જાણીને જ (પરીક્ષા કરીને જ) સુપાત્રદાન કરવું જોઈએ. લોકોત્તર માર્ગની પોતપોતાની યોગ્યતા મુજબ યથાશક્તિ આરાધના કરનારા પરમતારક સત્પાત્રની ભક્તિ કરવાથી ભવથી તરાય છે. ગૃહસ્થજીવનમાં પરમ આવશ્યક એવા આ સુપાત્રદાનની પ્રત્યે જે ઉપેક્ષા સેવાય છે તે કોઈપણ રીતે અહિતકર બન્યા વિના નહિ રહે. આજે દાનની પ્રવૃત્તિ ઠીક ઠીક વધી છે પણ સાથે સાથે ઉપર જણાવ્યા મુજબના સુપાત્રદાનની પ્રવૃત્તિ પ્રમાણમાં ખૂબ
૩૪
દાન બત્રીશી
Page #38
--------------------------------------------------------------------------
________________
જ ઘટી છે; અને હજુ પણ ઘટતી રહેશે. પાત્રાપાત્રનો વિવેક કરવાનું તો દૂર રહ્યું પરંતુ તેને સમજવાનું પણ હવે આવશ્યક જણાતું નથી. સુપાત્રતમુનિ, શ્રાવક અને સમ્યગ્દષ્ટિ આત્માઓ)ની ભક્તિના નામે; સુપાત્રની અવજ્ઞા અને અપાત્રની ભક્તિ યોજનાપૂર્વક થઈ રહી છે. એ પ્રવૃત્તિની સાથે આપણને કોઈ સંબંધ નથી. આ શ્લોકમાં જણાવ્યા મુજબ સત્પાત્રને ઓળખીને સુપાત્રદાનમાં પ્રયત્નશીલ બની રહીએ – એટલું જ જણાવવાનું અહીં તાત્પર્ય છે. આ સંસારથી પાર ઊતરવાની ભાવનાવાળા આત્માઓએ સત્પાત્રની પરીક્ષા કરીને જ સુપાત્રદાનમાં પ્રવૃત્ત બનવું જોઈએ. f/૧-૨લા. સત્પાત્રની પરીક્ષા કરીને તેમને આપેલા દાનના ફળને વર્ણવાય છે–
एतेषां दानमेतत्स्थगुणानामनुमोदनात् ।
औचित्यानतिवृत्त्या च सर्वसम्पत्करं मतम् ॥१-३०॥ एतेषामिति-एतेषां मुनिश्राद्धसम्यग्दृशां दानम् । एतत्स्थानामेतवृत्तीनां गुणानामनुमोदनात्तदानस्य तद्भक्तिपूर्वकत्वाद् । औचित्यानतिवृत्त्या स्वाचारानुल्लङ्घनेन च । सर्वसम्पत्करं ज्ञानपूर्वकत्वेन परम्परया મહત્ત્વપૂર્વ મતમ્ II9-રૂ|.
પૂ. મુનિભગવંતો, શ્રાવકો અને સમ્યગ્દષ્ટિ આત્માઓને કરેલું દાન; તેઓશ્રીના ગુણોની અનુમોદનાથી અને ઔચિત્યનું અતિક્રમણ ન કરવાથી સર્વસંપત્તિને કરનારું છે. આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂ. મુનિભગવંતાદિને જ્યારે દાન અપાય છે ત્યારે તેઓની પ્રત્યે બહુમાન હોવાથી દાન દ્વારા તેઓશ્રીના જ્ઞાનાદિગુણોની અનુમોદના થાય છે. તેમ જ આ દાન સુપાત્રમાં જ કર્યું હોવાથી અને અપાત્રમાં કર્યું ન હોવાથી ઔચિત્યનું પણ પાલન થાય છે. સુપાત્રદાન કરવા સ્વરૂપ પોતાના આચારનું ઉલ્લંઘન એ વખતે નથી. તેથી પૂ. મુનિભગવંતાદિને અપાતા દાનથી પૂ. મુનિભગવંતાદિમાં રહેલા તે તે ગુણોની અનુમોદના અને
ઔચિત્યનું અનતિક્રમણ(અનુપાલન) થતું હોવાથી એ સુપાત્રદાન જ્ઞાનપૂર્વકનું હોવાથી સર્વસંપત્તિને આપનારું છે; અર્થાત્ પરંપરાએ મહાનંદસ્વરૂપ મોક્ષને આપે છે.
આથી સમજી શકાશે કે મોક્ષપ્રાપક અનુષ્ઠાનનું મહત્ત્વ ખરી રીતે તેની જ્ઞાનપૂર્વકતા અને ઔચિત્યની અતિક્રમણતાના અભાવને લઈને છે. શ્રી વીતરાગપરમાત્માએ પ્રરૂપેલાં તે તે મોક્ષપ્રાપક અનુષ્ઠાનો કરતાં પૂર્વે તે માટે અપેક્ષિત જ્ઞાન મેળવી લેવું જોઇએ અને જ્ઞાનપૂર્વક જ તે તે અનુષ્ઠાન કરવાં જોઈએ. એ વખતે એનો પણ ખ્યાલ રાખવો જોઇએ કે ઔચિત્યનો ભંગ ન થાય. જે દાન સુપાત્રમાં વિહિત હોય એ દાન અપાત્ર-કુપાત્રમાં અપાય તો ઔચિત્યનો ભંગ સ્પષ્ટ છે. ઔચિત્યનું અતિક્રમણ-એ મોટો દોષ છે. લોકોત્તર અનુષ્ઠાન ઔચિત્યના અભાવે
એક પરિશીલન
Page #39
--------------------------------------------------------------------------
________________
લઘુતાને પામે છે. પરંપરાએ ગુણ અને ગુણીની અવજ્ઞાને કરનારાં એ અનુષ્ઠાનો મોક્ષબાધક बनी य छे. ॥१-3011
પૂર્વે જણાવ્યા મુજબ સુપાત્રને દાન કરવાથી પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે – એ વાત સાચી; પરંતુ પૂ. મુનિભગવંતોને દાન આપવાથી આરંભાદિ થતા નથી; પણ શ્રાવક કે સમ્યગ્દષ્ટિ આત્માને ભોજનાદિ કરાવતી વખતે આરંભાદિ થાય છે. તેથી આરંભાદિ દોષવાળા દાનથી મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય - આ શંકાનું નિરાકરણ કરવા એકત્રીસમો શ્લોક છે.
शुभयोगेऽपि यो दोषो द्रव्यतः कोऽपि जायते ।
कूपज्ञातेन स पुनर्नानिष्टो यतनावतः ॥१-३१॥ शुभयोगेऽपीति-पात्रदानवबुद्धीनां साधर्मिकवात्सल्यादौ शुभयोगेऽपि प्रशस्तव्यापारेऽपि यः कोऽपि द्रव्यतो दोषो जायते । स कूपज्ञातेन आगमप्रसिद्धकूपदृष्टान्तेन । यतनावतो यतनापरायणस्य । नानिष्टः, स्वरूपतः सावद्यत्वेऽप्यनुबन्धतो निरवद्यत्वात् । तदिदमुक्तम्-“जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स | सा होइ णिज्जरफला अज्झत्थविसोहिजुत्तस्स ।।१।।” अत्र हि अपवादपदप्रत्ययाया विराधनाया व्याख्यानात् फलभेदौपयिको ज्ञानपूर्वकत्वेन क्रियाभेद एव लभ्यते । यत्तु वर्जनाभिप्रायजन्यां निर्जरां प्रति जीवघातपरिणामाजन्यत्वेन जीवविराधनायाः प्रतिबन्धकाभावत्वेनैवात्र हेतुत्वमिति कश्चिदाह साहसिकः, तस्यापूर्वमेव व्याख्यानमपूर्वमेव चागमतर्ककौशलं केवलायास्तस्याः प्रतिबन्धकत्वाभावात् जीवघातपरिणामविशिष्टत्वेन प्रतिबन्धकत्वे च विशेषणाभावप्रयुक्तस्य विशिष्टाभावस्य शुद्धविशेष्यस्वरूपत्वे विशेष्याभावप्रयुक्तस्य तस्य शुद्धविशेषणरूपस्यापि सम्भवाज्जीवघातपरिणामोऽपि देवानांप्रियस्य निर्जराहेतुः प्रसज्येत । अथ वर्जनाभिप्रायेण जीवघातपरिणामजन्यत्वलक्षणं स्वरूपमेव विराधनायास्त्याज्यतेऽतो नेयमसती प्रतिबन्धिकेति चेत्, किमेतद्विराधनापदप्रवृत्तिनिमित्तं विशेषणं वा ? आधे प्रवृत्तिनिमित्तं नास्तिपदं चोच्यत इत्ययमुन्मत्तप्रलापः । अन्त्ये चोक्तदोषतादवस्थ्यमिति शिष्यध्यन्धनमात्रमेतद् । अथ यद्धर्मविशिष्टं यद्वस्तु निजस्वरूपं जहाति स धर्मस्तत्रोपाधिरिति नियमाद्वर्जनाऽभिप्रायविशिष्टा हि जीवविराधना जीवघातपरिणामजन्यत्वं संयमनाशहेतुं परित्यजतीतिभावार्थपर्यालोचनादनुपहितविराधनात्वेन प्रतिबन्धकत्वं लभत इत्युपहितायास्तस्याः प्रतिबन्धकाभावत्वमक्षतमिति चेन्न, प्रकृतविराधनाव्यक्ती जीवघातपरिणामजन्यत्वस्यासत्त्वेन त्याजयितुमशक्यत्वाद् । अत एव तत्प्रकारकप्रमितिप्रतिबन्धरूपस्यापि तदानस्यानुपपत्तेः । स्यादेतद् वर्जनाभिप्रायाभावविशिष्टविराधनात्वेन प्रतिबन्धकत्वे न कोऽपि दोषः, प्रत्युत वर्जनाभिप्रायस्य पृथक्कारणत्वाकल्पनाल्लाघवमिति, मैवं, विशेषणविशेष्यभावे विनिगमनाविरहाद् । अन्यथा दोषाभावविशिष्टबाधत्वेनैव दुष्टज्ञाने प्रतिबन्धकत्वप्रसङ्गाद्, विशेष्याभावस्थलेऽतिप्रसङ्गाच्च । तस्माद्वर्जनाभिप्रायस्यैव फलविशेषे निश्चयतो हेतुत्वं, व्यवहारेण च तत्तद्व्यक्तीनां भावानुगतानां निमित्तत्वमिति साम्प्रतम् । विपश्चितं चेदमन्यत्रेति नेह विस्तरः ।।१-३१।।
38
દાન બત્રીશી
Page #40
--------------------------------------------------------------------------
________________
સાધર્મિકવાત્સલ્ય વગેરે શુભયોગોમાં દ્રવ્યથી (ભાવશૂન્ય) આરંભાદિ જે કોઈ દોષ થાય છે; તે દોષ, યતનામાં તત્પર એવા આરાધકને કૂવાના દષ્ટાંતથી અનિષ્ટ નથી.
કહેવાનો આશય એ છે કે સત્પાત્રમાં દાન આપવાનો ભાવ જેમને છે; તેમને સાધર્મિકવાત્સલ્ય, પ્રભાવના વગેરે સ્વરૂપ શુભયોગ (પ્રશસ્ત અનુષ્ઠાન) કરવામાં જે કોઈ રાંધવા વગેરે સ્વરૂપ આરંભાદિ દોષ પ્રાપ્ત થાય છે; તે દોષ કૂવાના દષ્ટાંતથી તેમના માટે અનિષ્ટનું કારણ બનતો નથી. કારણ કે યતનામાં પ્રયત્નશીલ એવા એ આત્માઓનો શુભયોગ, સ્વરૂપથી સાવદ્ય હોવા છતાં અનુબંધ(ભાવ)થી નિરવઘ (પાપરહિત) છે. અન્યત્ર (ઘનિર્યુક્તિ... વગેરેમાં) પણ એ વાત જણાવી છે કે – સૂત્રમાં જણાવેલી વિધિથી યુક્ત અને અધ્યાત્મની વિશુદ્ધિથી યુક્ત એવા યતનાપરાયણ આત્માને તે તે શુભયોગની પ્રવૃત્તિ વખતે જે વિરાધના થાય છે; તે નિર્જરાસ્વરૂપ ફળને આપનારી બને છે.
સાધર્મિકવાત્સલ્યાદિ વિવિધ અનુષ્ઠાનો શાસ્ત્રમાં જે પ્રમાણે વિહિત છે તે પ્રમાણે વિધિપૂર્વક તે તે અનુષ્ઠાનોને કરનાર અને આત્માની શુભ પરિણતિને ધારણ કરનાર આત્મા જયણાપૂર્વક તે તે શુભયોગને કરે ત્યારે જે કોઈ જીવની વિરાધના થાય તે વિરાધના તે આત્માને કર્મની નિર્જરા સ્વરૂપ ફળને આપનારી બને છે. અહીં જે વિરાધનાને કર્મનિર્જરાની કારણ તરીકે વર્ણવી છે, તે વિરાધના આપવાદિક જાણવાની છે. આધાકર્મિકાદિ દોષથી દૂષિત આહારાદિ ગ્રહણ કરતી વખતે તેમ જ નદી વગેરે ઊતરતી વખતે પૂજ્ય સાધુભગવંતાદિને જે વિરાધનાનો પ્રસંગ આવે છે, તે વિરાધના શ્રી તીર્થંકરપરમાત્માની આજ્ઞા-સાપેક્ષ હોવાથી તેને (વિરાધનાને) આપવાદિક (અપવાદપદ-પ્રત્યયિક) વિરાધના કહેવાય છે. તેને છોડીને બીજી બધી વિરાધના; આજ્ઞાનિરપેક્ષ હોવાથી આપવાદિક નથી. યતના (જીવાતના પરિણામનો અભાવ, જીવરક્ષાનો પરિણામ... વગેરે) કરવામાં તત્પર એવા આત્માઓને અપવાદે થતી વિરાધના કર્મનિર્જરાનું કારણ બને છે. બીજી વિરાધના તો પાપબંધનું જ કારણ બને છે. વિરાધના, વિરાધનાસ્વરૂપે એક હોવા છતાં ફળનો જે ફરક છે તે તેના ઉપાયભૂત ક્રિયાવિશેષના કારણે છે. સાધર્મિકવાત્સલ્યાદિ ક્રિયા જ્ઞાનપૂર્વકની અને યતનાપૂર્વકની હોવાથી તેમાં થતી વિરાધનાના કારણે કર્મની નિર્જરા થાય છે. બીજી વિરાધના; તેવા પ્રકારની જ્ઞાનાદિપૂર્વકની ક્રિયા સંબંધી ન હોવાથી તેનાથી પાપનો બંધ થાય છે, કર્મનિર્જરા થતી નથી. આથી સમજી શકાશે કે યતના(જયણા)ના પરિણામવાળા આત્માને શુભયોગમાં પણ જે કોઈ દ્રવ્યથી દોષ થાય છે; તે દોષ આગમપ્રસિદ્ધ કૂવાના દાંતથી અનિષ્ટ બનતો નથી. પાણી મેળવવાની ઇચ્છાથી કૂવો ખોદતી વખતે થાક લાગે, તરસ લાગે, ધૂળથી કપડાં-શરીર ખરડાય અને કાદવ વગેરે ઊડે... ઈત્યાદિ અનિષ્ટ પ્રાપ્ત થાય છે, પરંતુ એ બધાં જ અનિષ્ટો કૂવાના પાણીથી દૂર થાય છે. આવી
એક પરિશીલન
૩૭.
Page #41
--------------------------------------------------------------------------
________________
જ રીતે શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ વિધિપૂર્વક જયણાથી સાધર્મિકવાત્સલ્યાદિ શુભયોગ કરતી વખતે જે કોઈ જીવવિરાધનાદિ સ્વરૂપ દોષ થાય છે તે; તે અનુષ્ઠાનથી થતી કર્મનિર્જરાના કારણે દૂર થાય છે. આ રીતે ઉપર જણાવ્યા મુજબ યતનાવંતને શુભયોગમાં જે કોઈ દોષ ઉત્પન્ન થાય છે તે અનિષ્ટ થતો નથી. અહિંસાદિ ધર્મ જેમ કર્મનિર્જરાનું કારણ છે; તેમ અપવાદ-પદપ્રત્યયિક વિરાધના (સાધર્મિકવાત્સલ્યાદિ શુભયોગમાં ઉપર જણાવ્યા મુજબ થતી વિરાધના) પણ કર્મનિર્જરાનું કારણ છે.
આ વિષયમાં કેટલાક લોકો એમ કહે છે કે – જ્યાં વર્જનનો અભિપ્રાય (જીવવિરાધના ન થાય - એવી ઈચ્છા) છે ત્યાં જે નિર્જરા થાય છે તેની પ્રત્યે; જીવઘાતના પરિણામ વિના થયેલી જીવવિરાધના પ્રતિબંધકના અભાવ રૂપે કારણ છે. સામાન્ય રીતે કોઈ પણ કાર્યની પ્રત્યે કારણસામગ્રી કારણ છે. એ સામગ્રી હોવા છતાં કોઈ પ્રતિબંધક હોય તો કાર્ય થતું નથી. તેથી કારણસામગ્રીની સાથે પ્રતિબંધકનો અભાવ પણ કાર્યમાત્રની પ્રત્યે કારણ હોય છે. અગ્નિથી દાહની ઉત્પત્તિ થાય છે. પરંતુ ચંદ્રકાંત મણિ, મંત્ર કે ઔષધિવિશેષની વિદ્યમાનતામાં દાહ થતો ન હોવાથી દાહની પ્રત્યે મણિમંત્રાદિ પ્રતિબંધક મનાય છે અને તેનો અભાવ (પ્રતિબંધકાભાવ) દાહની પ્રત્યે કારણ મનાય છે. તેમ નિર્જરાની પ્રત્યે જીવવિરાધના પ્રતિબંધક હોવા છતાં ઉપર જણાવ્યા મુજબ સાધર્મિકવાત્સલ્યાદિ શુભયોગમાં જીવવિરાધનાથી પણ નિર્જરા થતી હોવાથી વર્જનાભિપ્રાયથી થનારી એ વિશિષ્ટ નિર્જરાની પ્રત્યે; જીવઘાતપરિણામથી અજન્ય (નહિ થયેલી) જીવવિરાધના સ્વરૂપ પ્રતિબંધકાભાવ કારણ છે. અને જીવઘાતપરિણામથી જન્ય જીવવિરાધના તાદશ (તેવા પ્રકારની) નિર્જરાની પ્રત્યે પ્રતિબંધક છે. - આ પ્રમાણે કેટલાક લોકોનું જે કથન છે તે અપૂર્વ વ્યાખ્યાન સ્વરૂપ છે અને આગમની તર્ક (વિચારણા) - કુશળતા પણ તેમની અપૂર્વ છે ! કારણ કે કેવળ વિરાધનાને તેઓ પ્રતિબંધક માનતા નથી, જીવઘાતના પરિણામથી જન્ય એવી વિરાધનાને તેઓ પ્રતિબંધક માને છે. એ વિશિષ્ટ વિરાધનાના અભાવને; પ્રતિબંધકના અભાવ સ્વરૂપે તેઓ નિર્જરાની પ્રત્યે કારણ માને છે.
જીવઘાતપરિણામજન્ય જીવવિરાધના સ્વરૂપ પ્રતિબંધકનો અભાવ ત્રણ પ્રકારનો છે. વિશિષ્ટ એટલે વિશેષણવિશિષ્ટ વિશેષ્ય. જીવઘાતપરિણામજન્ય જીવવિરાધનાને પ્રતિબંધક માનીએ તો ત્યાં “જીવઘાતપરિણામજન્યત્વ' એ જીવવિરાધનાનું વિશેષણ છે અને જીવવિરાધના તેનું વિશેષ્ય છે. કોઈ વાર વિશેષણ ન હોવાથી; કોઈ વાર વિશેષ્ય ન હોવાથી અને કોઈ વાર બંને ન હોવાથી વિશિષ્ટનો અભાવ પ્રાપ્ત થાય છે, જેને અનુક્રમે વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ; વિશેષાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ અને ઉભયાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ કહેવાય છે. ઘટવિશિષ્ટ પટનો અભાવ; ઘટના અભાવના કારણે, પટના અભાવના કારણે અને
૩૮
દાન બત્રીશી
Page #42
--------------------------------------------------------------------------
________________
ઘટ અને પટ - એ બેના અભાવના કારણે જેમ ત્રણ રીતે મળે છે તેમ જીવઘાતપરિણામજન્ય જીવવિરાધનાનો અભાવ પણ ત્રણ રીતે મળે છે. જયાં જીવઘાતનો પરિણામ નથી અને જીવવિરાધના છે; જ્યાં જીવઘાતપરિણામ છે, પણ જીવની વિરાધના નથી અને જ્યાં જીવઘાતનો પરિણામ નથી તેમ જ જીવવિરાધના પણ નથી. અહીં બધે જ જીવઘાતપરિણામથી જન્ય જીવવિરાધનાનો અભાવ છે. જે લોકો જીવઘાતપરિણામજન્ય જીવવિરાધનાને નિર્જરાની પ્રત્યે પ્રતિબંધક માનીને તેના અભાવને નિર્જરાની પ્રત્યે કારણ માને છે; તેમને એ ત્રણે સ્થળના અભાવને નિર્જરાની પ્રત્યે કારણ માનવાનો પ્રસંગ આવશે. તેથી જ્યાં જીવઘાતનો પરિણામ નથી પરંતુ જીવવિરાધના છે (સાધર્મિકવાત્સલ્યાદિમાં) એટલે કે જ્યાં વિશિષ્ટાભાવ શુદ્ધવિશેષ્યસ્વરૂપ છે ત્યાં જેમ નિર્જરાની પ્રાપ્તિ થાય છે, તેવી જ રીતે જ્યાં જીવઘાતનો પરિણામ છે અને જીવવિરાધના નથી; જયણા વિના કરાતા કોઈ કાર્યમાં) એટલે કે જ્યાં વિશિષ્ટાભાવ શુદ્ધ વિશેષણ સ્વરૂપ છે ત્યાં પણ જીવઘાતના પરિણામથી નિર્જરા માનવાનો એ મૂર્ખ લોકોને પ્રસંગ આવશે. અહીં યાદ રાખવું જોઇએ કે દરેક વખતે વિશેષણાભાવપ્રયુક્તવિશિષ્ટાભાવ (ઘટાભાવપ્રયુક્ત ઘટવિશિષ્ટપટાભાવ) શુદ્ધવિશેષ્ય (પટ) સ્વરૂપ જ બને છે અને વિશેષ્યાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ (પટાભાવપ્રયુક્ત ઘટવિશિષ્ટપટાભાવ) શુદ્ધવિશેષણ (ઘટ)
સ્વરૂપ જ બને છે - એવું નથી. ઘટવિશિષ્ટ પટના અભાવ સ્થળે એ બરાબર છે પરંતુ ઘટાભાવવિશિષ્ટ પટ અથવા તો ઘટવિશિષ્ટ પટાભાવ. ઇત્યાદિના અભાવ સ્થળે એવું નહિ બને - એ ભણાવનાર પાસેથી બરાબર સમજી લેવું જોઇએ. (ન્યાયની પરિભાષાથી સર્વથા અપરિચિત એવા વાંચકો માટે આ એકત્રીસમા શ્લોકનું વિવરણ થોડું નહિ, ઘણું અઘરું જણાશે. પરંતુ એનો કોઈ જ વિકલ્પ નથી. જિજ્ઞાસુએ થોડી સ્થિરતા કેળવી અધ્યાપક પાસેથી સમજી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ.) વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ અને વિશેષાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ સર્વત્ર શુદ્ધવિશેષ્ય સ્વરૂપ અને શુદ્ધવિશેષણ સ્વરૂપ નથી હોતો. એ આશયથી જ “શુદ્ધવિશેષત્વે' અને “શુદ્ધવિશેષvપચાપિ - આ ઉલ્લેખ છે.
ઉપર જણાવ્યા મુજબ જીવઘાતપરિણામથી જન્ય એવી વિરાધનાને; વર્જનાભિપ્રાયથી ઉત્પન્ન થનારી નિર્જરાની પ્રત્યે પ્રતિબંધક માનીએ અને કેવળ વિરાધનાને પ્રતિબંધક ન માનીએ તો; જીવઘાતપરિણામથી જન્ય એવી વિરાધનાનો વિશેષ્યાભાવને લઈને જે અભાવ શુદ્ધવિશેષણસ્વરૂપ (જીવઘાતપરિણામસ્વરૂપ) છે તેનાથી પણ નિર્જરાની ઉત્પત્તિનો પ્રસંગ આવે છે. તેના નિવારણ માટે એમ કહેવામાં આવે કે – વર્જનાભિપ્રાયસ્થળે જે વિરાધના થાય છે; તેનું જીવઘાતપરિણામજન્યત્વ જે સ્વરૂપ છે - તે વર્જનાભિપ્રાયના કારણે રહેતું નથી. આશય એ છે કે જીવઘાતના પરિણામથી જે જન્ય છે તેને જ વિરાધના કહેવાય છે. જેમાં
એક પરિશીલન
૩૯
Page #43
--------------------------------------------------------------------------
________________
જીવઘાતપરિણામજન્યત્વ નથી તે વિરાધના નથી. વર્જનાભિપ્રાય સ્થળે વર્જનાભિપ્રાય(જીવનો ઘાત ન થાય એવી ઈચ્છા)ના કારણે વિસધનાનું “જીવઘાતપરિણામજન્યત્વ' સ્વરૂપ જ રહેતું નથી. તેથી “જીવઘાતપરિણામજન્યત્વ' સ્વરૂપ વગરની તે વિરાધના અસત્ છે. અસત્ એવી તે વિરાધના; નિર્જરાની પ્રત્યે પ્રતિબંધક બનતી નથી. પ્રતિબંધક તો જે સત્ - વિદ્યમાન હોય તે બને છે - આ પ્રમાણે કહેનારને પૂછવું જોઇએ કે–
વિરાધનાનું આ “જીવવિરાધનાજન્યત્વ' જે સ્વરૂપ છે તે “વિરાધના' પદની પ્રવૃત્તિ(પદપ્રયોગાત્મક વ્યવહાર)નું નિમિત્ત છે કે વિરાધના પદાર્થનું વિશેષણ છે? કારણ કે બંને વિકલ્પમાં દોષ છે. વર્જનાભિપ્રાયસ્થળે “જીવની વિરાધના છે- એ પ્રમાણે પદનો પ્રયોગ કરાય છે અને એ પદના પ્રયોગનું કારણભૂત “જીવઘાતપરિણામજન્યત્વ' સ્વરૂપ નથી- એ પણ જણાવાય છે. પદની પ્રવૃત્તિના નિમિત્તના અભાવમાં પદની પ્રવૃત્તિ તો ઉન્મત્ત માણસો કરે છે. રક્ત (લાલ) પદની પ્રવૃત્તિનું નિમિત્ત લાલ રંગ છે. એના અભાવવાળા પીળાદિવસમાં કોઈ “રક્ત પદનો પ્રયોગ કરતું નથી. આથી સમજી શકાય છે કે – ‘વિરાધના' પદનું જીવઘાતપરિણામજન્યત્વાત્મક પ્રવૃત્તિનિમિત્ત નથી અને વિરાધના છે – આ પ્રમાણેનાં વચન ઉન્મત્તનો પ્રલાપ છે. બીજો વિકલ્પ સ્વીકારીએ તો ઉપર જણાવેલો દોષ કાયમ જ છે. “જીવઘાતપરિણામજન્યત્વ'; એ વિરાધનાનું જો વિશેષણ હોય તો નિર્જરાની પ્રત્યે “જીવઘાતપરિણામજન્યત્વવિશિષ્ટ વિરાધના' પ્રતિબંધક હોવાથી જયાં વિરાધના નથી અને માત્ર જીવઘાતપરિણામ છે, ત્યાં વિશેષ્યાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ સ્થળે) નિર્જરાની આપત્તિ આવશે - એ ઉપર જણાવ્યું છે જ. આથી ઉપર જણાવ્યા મુજબ કેવળ જીવઘાતપરિણામથી નિર્જરાને માનવાની આપત્તિને દૂર કરવા જે કહ્યું છે તે શ્રદ્ધાસંપન્ન (વિશ્વાસ રાખનારા) શિષ્યની બુદ્ધિને છેતરવા સ્વરૂપ છે.
જીવવિરાધના જો ઉપાધિસહિત ન હોય તો જ તે પ્રતિબંધક બને છે. ઉપાધિસહિત વિરાધના તો પ્રતિબંધકાભાવ સ્વરૂપ હોવાથી તેવા સ્થળે પ્રતિબંધકાભાવસ્વરૂપ કારણ હોવાથી નિર્જરા સ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આશય એ છે કે કોઈ પણ વસ્તુ પ્રતિબંધક બને કે કારણ બને તો તેની વાસ્તવિકતાને લઈને તે બને. ઉપાધિના કારણે વસ્તુ ઔપાધિક બને છે. તે વાસ્તવિક રહેતી નથી. જે ધર્મથી વિશિષ્ટ જે વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે છે તે ધર્મ તે વસ્તુમાં ઉપાધિ છે. (દા.ત. જપાપુષ્પવિશિષ્ટ સ્ફટિક વસ્તુ પોતાના શ્વેતતાસ્વરૂપનો ત્યાગ કરે છે તેથી જપાપુષ્પ સ્ફટિકમાં ઉપાધિ છે તેને લઈને સ્ફટિક લાલરૂપ ધારણ કરે છે, જે સ્ફટિકની ઔપાધિકતા છે.) અહીં વર્જનાભિપ્રાય સ્થળે વર્જનાભિપ્રાયવિશિષ્ટ વિરાધના; વર્જનાભિપ્રાયના કારણે જીવઘાતપરિણામજન્યત્વાત્મક પોતાના સ્વરૂપનો ત્યાગ કરે છે. તેથી ત્યાં વર્જનાભિપ્રાય ઉપાધિ છે. એ ઉપાધિથી રહિત જ વિરાધનાને પ્રતિબંધક મનાય છે અને તેના અભાવને નિર્જરાની
૪૦
દાન બત્રીશી
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રત્યે કારણ મનાય છે. આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે વર્જનાભિપ્રાય સ્થળે જે વિરાધના છે તે વિરાધનામાં; જીવઘાતપરિણામજન્યત્વાત્મક સંયમનાશહેતુ(સંયમના નાશનું કારણ)સ્વરૂપ પોતાનું સ્વરૂપ છે જ નહિ, તેથી વર્જનાભિપ્રાયના કારણે તેનો ત્યાગ અશક્ય છે. સંયમજીવનમાં જ્યારે જીવઘાતનો પરિણામ આવે છે ત્યારે તે પરિણામના કારણે જે પણ પ્રવૃત્તિ થાય તે સઘળીય સંયમના નાશનું કારણ બને છે. જીવઘાતપરિણામથી જન્ય વિરાધનામાં સંયમના નાશની કારણતા છે. સંયમનાશની કારણતા જીવઘાતપરિણામજન્યત્વ સ્વરૂપ છે અને તે વિરાધનાનું સ્વરૂપ છે. પરંતુ વર્જનાભિપ્રાયસ્થળે વિરાધનામાં જીવઘાતપરિણામજન્યત્વ સ્વરૂપ પોતાનું સ્વરૂપ જ ન હોવાથી વર્જનાભિપ્રાયને કારણે તેનો (વિરાધનાના સ્વરૂપનો) ત્યાગ શક્ય જ નથી. વિદ્યમાનનો ત્યાગ હોય છે, જે વિદ્યમાન નથી તેનો ત્યાગ અશક્ય છે.
‘વર્જનાભિપ્રાય-સ્વરૂપ ઉપાધિના કારણે જીવઘાતપરિણામજન્યત્વાત્મક વિરાધનાસ્વરૂપની હાનિ થાય છે' - એનો અર્થ એ છે કે સામાન્યથી વિરાધનામાં જીવઘાતપરિણામજન્યત્વનું જે પ્રમાત્મક જ્ઞાન થતું હતું તે જ્ઞાનનો પ્રતિબંધ થાય છે. વર્જનાભિપ્રાયના કારણે વિરાધનામાં તેવું જ્ઞાન ન થવા સ્વરૂપ જ અહીં વિરાધનાના સ્વરૂપની હાનિ-ત્યાગ છે. તેથી વર્જનાભિપ્રાયવિશિષ્ટ નિર્જરાસ્થળે ઉપાધિ(વર્જનાભિપ્રાયસ્વરૂપ ઉપાધિ)વિશિષ્ટ વિરાધના પ્રતિબંધક ન હોવાથી નિર્જરા થવામાં કોઇ દોષ નથી. જપાપુષ્પવિશિષ્ટ સ્ફટિક સ્થળે પણ તેની શ્વેતતાનો ત્યાગ શ્વેતતાના જ્ઞાનના પ્રતિબંધ સ્વરૂપ છે. આ પ્રમાણે પણ કહેવાનું ઉચિત નથી. કારણ કે સ્ફટિકમાં તો શ્વેતતા છે અને જપાપુષ્પના કારણે તેની શ્વેતતા પ્રતીત થતી નથી. પરંતુ અહીં તો વર્જનાભિપ્રાય સ્થળે વિરાધનામાં જીવઘાતપરિણામજન્મત્વ છે જ નહિ. તેથી તેના જ્ઞાનને રોકવાનું કાર્ય વર્જનાભિપ્રાયથી કઇ રીતે થાય ? ઘટમાં પટત્વ ન હોવાથી પટત્વનું જ્ઞાન થતું નથી એનો અર્થ એ નથી કે દંડાદિના કારણે ઘટમાં પટત્વનું જ્ઞાન થતું નથી. આથી સમજી શકાશે કે વર્જનાભિપ્રાયને ઉપાધિ માનવાનું શક્ય નથી. જેના અભાવના કારણે જ જેનું જ્ઞાન થતું ન હોવા છતાં તેના જ્ઞાનનો પ્રતિબંધ કરનાર તરીકે બીજાને માનવાનું ઉચિત નથી. અન્યથા ગમે તેને ગમે તેના જ્ઞાનનો પ્રતિબંધ કરનાર માનવાની આપત્તિ આવશે. આથી સમજી શકાશે કે જીવઘાતપરિણામથી જન્ય એવી વિરાધનાને; વર્જનાભિપ્રાયવિશિષ્ટ નિર્જરાની પ્રત્યે પ્રતિબંધક માનવાનું તેમ જ ઉપાધિરહિત વિરાધનાને પ્રતિબંધક માનવાનું ઉચિત નથી.
“ઉપર જણાવ્યા મુજબ જીવઘાતપરિણામજન્ય વિરાધનાદિને પ્રતિબંધક માનવાનું ભલે ઉચિત ન હોય પરંતુ વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાને પ્રતિબંધક માનવામાં કોઇ દોષ નથી. એટલું જ નહિ, એમ કરવામાં વર્જનાભિપ્રાયને નિર્જરાની પ્રત્યે સ્વતંત્ર કારણ માનવાની જરૂર ન પડવાથી લાઘવ થાય છે.” - આ પ્રમાણે કહેવાનું બરાબર નથી. કારણ કે વર્જનાભિએક પરિશીલન
૪૧
Page #45
--------------------------------------------------------------------------
________________
પ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાને પ્રતિબંધક માનીએ તો વિરાધનાવિશિષ્ટ વર્જનાભિપ્રાયાભાવને પણ પ્રતિબંધક માનવાનો પ્રસંગ આવશે. વર્જનાભિપ્રાયાભાવને જ વિશેષણ બનાવવું જોઇએ અને વિરાધનાને જ વિશેષ માનવું જોઈએ – એવા નિયમમાં કોઈ પ્રમાણ નથી. વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાને પ્રતિબંધક મનાય તો વિરાધનાવિશિષ્ટ વર્જનાભિપ્રાયાભાવને પ્રતિબંધક કેમ ન મનાય - આ રીતે બંનેને પ્રતિબંધક માનવાના પ્રસંગથી તો ગૌરવ છે.
જોકે વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધના અને વિરાધનાવિશિષ્ટ વર્જનાભિપ્રાયાભાવ એ બંનેમાં અર્થની દૃષ્ટિએ કોઈ ફરક પડતો ન હોવાથી આર્થિક ગૌરવ નથી. પરંતુ આ રીતે જેને પ્રતિબંધક મનાય છે અને જેને સ્વતંત્ર કારણ મનાય છે તે પ્રતિબંધકના વિશેષણ તરીકે તે કારણના અભાવને લઈને પ્રતિબંધક માનવામાં લાઘવ ઇષ્ટ હોય તો દુષ્ટજ્ઞાન; દોષાભાવવિશિષ્ટબાધ સ્વરૂપે જ અનુમિતિની પ્રત્યે પ્રતિબંધક છે – એમ માનવાનો પ્રસંગ આવશે. આશય એ છે કે શકુ વેતઃ ઈત્યાકારક અનુમિતિની પ્રત્યે શકુ પીતઃ (શ્વતત્કામાવવાન) આવા પ્રકારનું બાધજ્ઞાન પ્રતિબંધક છે. પરંતુ પત્તિમાદિ (પીળિયો વગેરે) દોષ સ્થળે શકુ વીતઃ આવું જ્ઞાન થાય તો તે જ્ઞાન પ્રતિબંધક થતું નથી. આથી સમજી શકાશે કે દોષ(પિરિમાદિ)ના અભાવમાં જ બાધજ્ઞાન અનુમિતિની પ્રત્યે પ્રતિબંધક બનતું હોવા છતાં બાધજ્ઞાનમાં પ્રતિબંધકતા બાધસ્વરૂપે જ મનાય છે, દોષાભાવ(પિત્તિયાદિદોષાભાવ)વિશિષ્ટ બાધરૂપે પ્રતિબંધકતા મનાતી નથી. અર્થાત્ બાધજ્ઞાન પ્રતિબંધક છે, દોષાભાવવિશિષ્ટ બાધજ્ઞાન પ્રતિબંધક મનાતું નથી. દોષાભાવ સ્વતંત્ર રીતે પ્રતિબંધ પ્રયોજક મનાય છે. નિર્જરાની પ્રત્યે વર્જનાભિપ્રાય કારણ છે. વિરાધના પ્રતિબંધક છે. જ્યાં વિરાધના છે અને સાથે વર્જનાભિપ્રાય છે ત્યાં વિરાધના પ્રતિબંધક બનતી નથી. વર્જનાભિપ્રાયના અભાવમાં જ વિરાધના પ્રતિબંધક બને છે. તેથી જો વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાને પ્રતિબંધક માનવામાં આવે તો બાધજ્ઞાનને પણ બાધસ્વરૂપે પ્રતિબંધક ન માનતા દોષાભાવવિશિષ્ટ બાધ સ્વરૂપે જ પ્રતિબંધક માનવાની આપત્તિ આવશે... એ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ.
વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાને નિર્જરાની પ્રત્યે પ્રતિબંધક માનવાથી દોષાભાવવિશિષ્ટબાધસ્વરૂપે દુષ્ટજ્ઞાનને (બાધાદિદોષવિષયકજ્ઞાનને); અનુમિતિ(પર્વતો વહિનાનું...... ઇત્યાદિ સ્વરૂપ જ્ઞાન)ની પ્રત્યે પ્રતિબંધક માનવાની આપત્તિ આવે છે - તે ઈષ્ટ જ છે. કારણ કે ત્યાં પણ લાઘવ થાય તો તે ઈષ્ટ છે, તેથી વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટવિરાધનાને પ્રતિબંધક માનવામાં કોઈ દોષ નથી.” - આ પ્રમાણે કહેવાનું પણ ઉચિત નથી. કારણ કે જ્યાં વર્જનાભિપ્રાયાભાવસ્વરૂપ વિશેષણ છે અને વિરાધનાસ્વરૂપ વિશેષ્ય નથી, ત્યાં વિશેષ્યના અભાવના કારણે (વિશેષ્યાભાવપ્રયુક્ત); વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાનો (પ્રતિબંધકનો) અભાવ હોવાથી નિર્જરા સ્વરૂપ ફળની પ્રાપ્તિનો અનિષ્ટ પ્રસંગ આવશે. જ્યાં
દાન બત્રીશી
Page #46
--------------------------------------------------------------------------
________________
વર્જનાભિપ્રાય ન હોય અને વિરાધના પણ ન હોય એવા સ્થળે વર્જનાભિપ્રાય ન હોવાથી કર્મબંધ થાય છે, નિર્જરા થતી નથી. તેથી વર્જનાભિપ્રાયના અભાવથી વિશિષ્ટ વિરાધનાને પ્રતિબંધક માનવાનું સર્વથા અનુચિત છે.
આ રીતે નિર્જરાની પ્રત્યે જીવઘાતપરિણામજન્યત્વવિશિષ્ટ વિરાધનાદિને પ્રતિબંધક માનીને તેના અભાવને નિર્જરાની પ્રત્યે કારણ માનવાથી દોષ આવે છે. તેથી નિર્જરાની પ્રત્યે જે કારણ છે તે જણાવતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કે વર્જનાભિપ્રાય જ નિર્જરા સ્વરૂપ ફળવિશેષની પ્રત્યે નિશ્ચયનયથી કારણ છે. મૂળ શ્લોકમાં યતનાપરાયણ આત્માને; કૂપદષ્ટાંતથી દ્રવ્યથી થતી વિરાધનાને જે નિર્જરાની કારણ તરીકે વર્ણવી છે - તે વ્યવહારનયની અપેક્ષાએ છે. વર્જન(જીવવિરાધનાનો પરિહાર)ની ભાવનાને અનુસરનારી સાધર્મિકવાત્સલ્યાદિની તે તે પ્રવૃત્તિઓ નિર્જરાનું કારણ બને છે. આ બત્રીશીના આ એકત્રીસમા શ્લોકથી જણાવેલી વાત; દાર્શનિકપરિભાષાથી જેઓ પરિચિત નથી, તેમને તે સમજવાનું થોડું અઘરું છે, જિજ્ઞાસુઓએ એ માટે પૂરતો પ્રયત્ન કરી અધ્યાપકાદિ પાસેથી સમજી લેવી જોઇએ. // ૧-૩૧
પ્રકરણના અર્થનો ઉપસંહાર કરતાં જણાવાય છે–
इत्थं दानविधिज्ञाता धीरः पुण्यप्रभावकः ।
यथाशक्ति ददद् दानं परमानन्दभाग् भवेत् ॥१-३२॥ ત્યાતિ–સ્પષ્ટ: I9-રૂા.
આ રીતે દાન આપવાની વિધિના જ્ઞાતા અને ધર્મની પ્રભાવનાને કરનારા એવા ધીર આત્માઓ પોતાની શક્તિનું અતિક્રમણ કર્યા વિના દાન આપવાથી પરમાનંદના ભાજન બને છે અર્થાત્ મોક્ષને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે બત્રીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય યાદ રાખ્યા વિના છૂટકો નથી. ગમે તે દાન હોય પરંતુ તે વિધિપૂર્વક જ કરવું જોઇએ. અવિધિપૂર્વક દાન આપવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. પાત્રાપાત્રનો વિવેક; આદર, સત્કાર અને સન્માનાદિ; ત્યાગની વૃત્તિ; આ લોકાદિના ફળની અનપેક્ષા; તરવાની ભાવના અને ન્યાયસંપન્નવિભાવાદિ... વગેરે દાનવિધિનાં અંગો છે. દાન આપનારા ધીર હોવા જોઈએ. ગમે તેવી ખરાબ સ્થિતિમાં પણ દાન આપવાની પ્રવૃત્તિથી વિચલિત બનવું ના જોઇએ. દુઃખ વેઠી લેવાની વૃત્તિ હોય અને બીજી કોઈ ઇચ્છા ન હોય તો ધીરજ ખૂટતી નથી. નામનાદિની કામના હોય અને અગવડ ના પડે એવી ભાવના હોય તો દાનધર્મ શક્ય નહીં બને. આ રીતે દાન કરનારા ધર્મના પ્રભાવક બની શકે છે. ગૃહસ્થો આ દાનધર્મની આરાધના દ્વારા સાચી રીતે ધર્મની પ્રભાવનાને કરનારા બને છે. પોતાનાં નામ કે કીર્તિ વગેરેનો વિચાર કર્યા વિના માત્ર ત્યાગ કરવાની વૃત્તિથી અને
એક પરિશીલન
૪૩
Page #47
--------------------------------------------------------------------------
________________
તરવાની ભાવનાથી સુપાત્રદાનાદિ શક્તિ અનુસાર વિહિત છે. આપણી શક્તિ કેટલી છે તેનો સારી રીતે ક્યાસ કાઢી શક્તિને છુપાવ્યા વિના અને શક્તિનું અતિક્રમણ કર્યા વિના દાન આપવાનું છે. આવી જાતનું દાન જ મોક્ષનું કારણ બને છે. બચાવીને આપવાની વૃત્તિ દાનને યથાશક્તિ બનવા દેતી નથી. આજની પરિસ્થિતિ તદન વિચિત્ર છે. યથાશક્તિ વિધિ અને ધર્મની પ્રભાવના વગેરે; દાનમાં જ નહિ, દરેક ધર્માનુષ્ઠાનમાં ક્વચિત જ જોવા મળે. અંતે પરમપુણ્યોદયે પ્રાપ્ત થયેલી સામગ્રીનો પૂર્ણપણે ઉપયોગ કરી દાનધર્મની આરાધના દ્વારા, શ્લોકના અંતે જણાવ્યા મુજબ આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ... એ જ એક શુભાભિલાષા. ll૧-૩રા.
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां प्रथमा दानद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
૪૪
દાન બત્રીશી
Page #48
--------------------------------------------------------------------------
________________
अथ द्वितीया देशना-द्वात्रिंशिका प्रारभ्यते आद्यायां द्वात्रिंशिकायां दानमुक्तं, तदन्तरायभीरुत्वं च मुख्यो गुणः, तच्च देशनाविवेकनिर्वाह्यमितीयमधुना विविच्यते
પહેલી બત્રીશીમાં દાનનું વર્ણન કર્યું. દાનાંતરાયનો ભય હોય તો; પરમાર્થથી દાનની પ્રવૃત્તિ શક્ય બને છે. આ લોક વગેરે સંબંધી ફળની આશંસાએ આજ સુધી દાનની પ્રવૃત્તિ થતી જ આવી છે. પરંતુ “શક્ય હોવા છતાં દાન કરવામાં આવે નહિ તો દાનાંતરાયકર્મ બંધાશે...” વગેરે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનાનુસાર દાનાંતરાયના ભયને લઈને દાનની પ્રવૃત્તિ થાય તો તે દાન પરમાર્થિક બને છે. દાનાંતરાયનું ભીરુત્વ (ભય) – એ મુખ્ય ગુણ છે. કારણ કે ચાર પ્રકારના ધર્મમાં પ્રથમ ધર્મસ્વરૂપ દાનની પારમાર્થિકતા તેને લઇને છે. એ મુખ્ય ગુણની પ્રાપ્તિ; તે તે આત્માને તેને યોગ્ય દેશના આપવાથી કરાવી શકાય છે. તેથી આ બીજી બત્રીશીમાં દેશનાના વિવેકનું નિરૂપણ કરાય છે–
यथास्थानं गुणोत्पत्तेः सुवैद्येनेव भेषजम् ।
बालाद्यपेक्षया देया देशना क्लेशनाशिनी ॥२-१॥ यथास्थानमिति-सुवैद्येन भेषजमिव । बालाद्यपेक्षया बालाद्यानुगुण्येन । देशना देया । साधुनेति शेषः । किं भूता ? क्लेशनाशिनी भावधातुसाम्येन दोषापहा । कुत इत्याह-यथास्थानं स्थानमनतिक्रम्य । गुणोत्पत्तेः । यथा हि सदप्यौषधं तरुणादियोग्यं बालादीनां न गुणाय तथा धर्मदेशनाऽपि मध्यमादियोग्या बालादीनां न गुणायेति यथास्थानमेतन्नियोगो न्याय्यः ॥२-१॥
“સારો વૈદ્ય જેમ દવા આપે તેમ બાલાદિ જીવોને અનુકૂળ પડે તે રીતે ક્લેશનો નાશ કરનારી દેશના આપવી જોઈએ. કારણ કે સ્થાનનું અતિક્રમણ ન કરવાથી ગુણની ઉત્પત્તિ થાય છે.” - આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે શ્રી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલા પરમતારક મોક્ષમાર્ગની દેશના પૂ. ગીતાર્થ સાધુભગવંતોએ આપવી જોઇએ; જે રાગ, દ્વેષ અને મોહ સ્વરૂપ ક્લેશનો નાશ કરનારી છે. રાગાદિભાવધાતુઓનું સામ્ય (અનુદ્રિક્ત અવસ્થા) પ્રાપ્ત થવાથી એ પરમતારક દેશના રાગાદિજન્ય દોષને દૂર કરનારી છે.
સારો વૈદ્ય રોગીની અવસ્થા જોઈને જેમ દવા આપે છે તેમ પૂ. ગીતાર્થ ગુરુભગવંતે પણ બાલાદિ જીવોને હિતનું કારણ બને અને તેમનું અહિત ન થાય - એ રીતે બાલાદિ જીવોને અનુકૂળ એવી દેશના આપવી જોઇએ. બાલાદિ જીવોને અનુકૂળ એવી દેશનાનો અર્થ એ નથી કે બાલાદિ જીવોને ગમે એવી દેશના. તેમનું એકાંતે જેમાં હિત સમાયું છે એવી દેશનાને જ બાલાદિઅનુગુણ(અનુકૂળ) દેશના કહેવાય છે. એકાંતે પરમકલ્યાણને કરનારી એવી દેશના બાલાદિ
એક પરિશીલન
૪૫
Page #49
--------------------------------------------------------------------------
________________
જીવોને અનુગુણ જ આપવાના વિધાનનું કારણ એ છે કે યથાસ્થાને ગુણની ઉત્પત્તિ થાય છે. સ્થાનનું - યોગ્યતાનું - અતિક્રમણ (ઉલ્લંઘન) કર્યા વિના કોઈ પણ કામ કરાય તો ગુણની ઉત્પત્તિ થાય છે, અન્યથા દોષની પ્રાપ્તિ થાય છે. તે તે જીવોને તેમની યોગ્યતા મુજબ દેશના આપવાથી તેમને ગુણની પ્રાપ્તિ થતી હોય છે. વાત પણ સમજાય તેવી છે. સારી પણ દવા યુવાનાદિ રોગીને; રોગ દૂર કરવા માટે યોગ્ય હોય તો પણ તે દવા બાલ કે કુમારાદિને ગુણકારિણી નથી જ. તેમ જ મધ્યમ વગેરે આત્માને ક્લેશનો નાશ કરનારી પણ દેશના; બાલાદિ જીવોને ગુણને કરનારી નથી જ. તેથી પરમતારક એવી દેશનાનો યથાસ્થાને જ નિયોગ ન્યાયસંગત છે. ગમે તેને ગમે તેવી દેશના ન અપાય. યોગ્યને તેને ઉચિત જ દેશના આપવી જોઈએ. ૨-૧
विपक्षे बाधमाह
યથાસ્થાને દેશના આપવાના બદલે અયોગ્યને તે તે દેશના આપવામાં આવે તો દોષના પ્રસંગને જણાવાય છે–
उन्मार्गनयनात् पुंसामन्यथा वा कुशीलता ।
सन्मार्गदुमदाहाय वहिज्वाला प्रसज्यते ॥२-२॥ उन्मार्गेति-अन्यथा यथास्थानं देशनाया अदाने । पुंसां ध्यान्ध्यकरणद्वारेणोन्मार्गनयनाद् वा कुशीलता प्रसज्यते । किंभूता ? सन्मार्गदुमाणां दाहाय वहिज्वाला । अनाभोगेनापि स्वतः परेषां मार्गभेदप्रसङ्गस्य प्रबलापायहेतुत्वादिति भावः ।।२-२॥
યથાસ્થાને દેશના આપવાના બદલે અસ્થાને દેશના આપવામાં આવે તો પુરુષોને ઉન્માર્ગે લઇ જવાના કારણે કુશીલતા પ્રાપ્ત થશે, જે; સન્માર્ગસ્વરૂપ વૃક્ષનાં દાહ માટે અગ્નિની
જ્વાળા જેવી છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે બાલાદિ જીવોને તેમની યોગ્યતા મુજબની દેશના આપવાના બદલે તેનાથી વિપરીત દેશના આપવામાં આવે તો બાલાદિ જીવોને; તેમની બુદ્ધિને અંધ કરવા દ્વારા ઉન્માર્ગે લઈ જવાથી કુશીલતા પ્રાપ્ત થાય છે, જે; સન્માર્ગસ્વરૂપ વૃક્ષને બાળી નાખવા માટે અગ્નિની જવાળા જેવી છે.
સન્માર્ગની પ્રાપ્તિ કરાવવા માટે પરમતારક પૂ. ગીતાર્થ ગુરુભગવંતની દેશના જેવું બીજું કોઈ સાધન નથી. એ દેશનાના નિરંતર પુણ્ય-શ્રવણથી બાલ, મધ્યમ અને પંડિત એવા મુમુક્ષુ જનોને સન્માર્ગની (મોક્ષમાર્ગની) પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ બાલાદિ જીવોને બાલાદિ-યોગ્ય દેશના આપવાના બદલે તેનાથી વિપરીત મધ્યમાદિયોગ્ય દેશના આપવામાં આવે તો તે તે જીવોની બુદ્ધિનો ભેદ થતો હોવાથી તેઓને તે દેશના (અસ્થાન-દેશના) ઉન્માર્ગે લઈ જાય છે. તેથી ધર્મદશકની એ દેશનામાં કુશીલતાનો પ્રસંગ આવે છે. જે; મુમુક્ષુ શ્રોતાવર્ગને સન્માર્ગની પ્રાપ્તિ કરાવવાનું કારણ હતી, તે દેશના શ્રોતાને ઉન્માર્ગે લઈ જાય તો તેમાં કુશીલતાનો પ્રસંગ આવે
૪૬
દેશના બત્રીશી
Page #50
--------------------------------------------------------------------------
________________
- એ સમજી શકાય છે. ચાલુ વ્યવહારમાં પણ જેઓ સન્માર્ગે ચાલતા હોય છે, તેમની આંખે પાટા બાંધી તેમને ઉન્માર્ગે લઇ જવાની પ્રવૃત્તિમાં કુશીલતા પ્રતીત થાય છે. તેમ અહીં લોકોત્ત૨માર્ગમાં પણ વિપરીત(અસ્થાન-પરસ્થાન)દેશના દ્વારા બાલાદિ જીવોની બુદ્ધિનો ભેદ થવાથી તે જીવોને ઉન્માર્ગે લઇ જવાથી ધર્મદેશકની ધર્મદેશનાસ્વરૂપ પ્રવૃત્તિમાં કુશીલતા પ્રતીત થાય છે.
જેની જેવી યોગ્યતા છે તેને તે મુજબ અપાતી દેશનાને યથાસ્થાનદેશના કે સ્વસ્થાનદેશના કહેવાય છે. તેનાથી વિપરીત રીતે યોગ્યતાનું અતિક્રમણ કરીને અપાતી દેશનાને અસ્થાન કે પરસ્થાન દેશના કહેવાય છે. વિપરીત દેશનાના શ્રવણથી શ્રોતાને તદ્દન જ વિરુદ્ધ અર્થનું જ્ઞાન થવાથી પૂર્વે જાણેલા અને વર્તમાનમાં જણાતા (જ્ઞાત અને શાયમાન) અર્થના વિષયમાં બુદ્ધિનો વ્યામોહ થાય છે, એને બુદ્ધિની અંધતા કહેવાય છે. આ અંધતાના કારણે શ્રોતા ઉન્માર્ગે જાય છે, જેમાં અસ્થાન-દેશના કારણ બને છે. ધર્મદેશકની તે કુશીલતા છે. અજ્ઞાન કે અનુપયોગથી પણ પોતાને કારણે થતો બીજાની બુદ્ધિનો ભેદ; પ્રબળ અપાયનું કારણ છે. માટે પરસ્થાનદેશનાના પરિહાર માટે ધર્મદેશકે ખૂબ જ અપ્રમત્ત રહેવું જોઇએ. અને વારંવાર બાલાદિ જીવોની યોગ્યતાને ખૂબ જ સૂક્ષ્મ રીતે જોવી જોઇએ. અન્યથા પરસ્થાનદેશનાના કારણે કુશીલતાનો પ્રસંગ આવશે.
અહીં પ્રસંગથી યાદ રાખવું જોઇએ કે વર્તમાનમાં કેટલાક આચાર્યભગવંતાદિ ધર્મદેશકો માર્ગાનુસારી દેશનાને પણ પરસ્થાનદેશના તરીકે વર્ણવી રહ્યા છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનને અનુસરી મોક્ષૈકલક્ષી દેશનાના ધર્મદેશકોની દેશનાને પણ; પરસ્થાન દેશના તરીકે વર્ણવનારાઓની મનોદશા તદ્દન વિચિત્ર છે. સંસારથી મુક્ત બનેલાની અવસ્થા સ્વરૂપ મોક્ષ છે; અને એનાથી તદ્દન જ વિપરીત સ્વભાવવાળો સંસાર છે. “સકલકર્મક્ષયસ્વરૂપ મોક્ષ માટે પણ ધર્મ ક૨વાનો અને સકલકર્મમય સંસારના સુખ માટે પણ ધર્મ કરવાનો. બંધન અને મુક્તિ : બંને માટે ધર્મ કરવાનો...” વગેરે પ્રકારના ઉપદેશને આપનારા એ ઉપદેશકોને મોક્ષૈકલક્ષી દેશના પ૨સ્થાનદેશનારૂપે જણાય છે. પરંતુ આ બત્રીશીના બીજા શ્લોકથી સમજાવેલું પરસ્થાનદેશનાનું સ્વરૂપ એવું નથી. બાલાદિ જીવોને; મધ્યમાદિ જીવો માટે યોગ્ય એવી દેશના આપવામાં આવે તો તે દેશના પરસ્થાનદેશના છે. વર્તમાનમાં પ્રાયઃ બાલ, મધ્યમ અને પંડિત ઃ આ ત્રણેય શ્રોતાઓથી યુક્ત સભા હોય છે. આવા વખતે ધર્મદેશકો તે તે જીવોની મુખ્યતા રાખીને દેશના આપતા હોય છે. એટલામાત્રથી એ દેશના પરસ્થાનદેશના ન બને. જીવવિશેષને તેની અયોગ્યતાને લઇને કોઇ વાર કોઇ વિષયમાં બુદ્ધિભેદ થાય - એ બનવાજોગ છે. આવું તો શ્રી વીતરાગપરમાત્માની દેશનાના નિયમિત શ્રવણથી પણ પાખંડી જનો માટે બનતું હોય છે. પરંતુ એટલામાત્રથી તે દેશનાને પરસ્થાનદેશનાસ્વરૂપે વર્ણવવાનું સાહસ કરવું ના જોઇએ. લોકોના બુદ્ધિભેદની ચિંતા કરવા પહેલાં ખોટી રીતે પરસ્થાનદેશનાને વર્ણવનારાએ પોતાનો
એક પરિશીલન
૪૭
Page #51
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિભેદ શાથી થયો છે - એ વિચારવું જોઈએ. ત્યાં સુધી આપણે એમની વાતમાં આવી ન જઇએ તેની તકેદારી રાખીએ. ર-રા
नन्वेवं “न भवति धर्मः, श्रोतुः सर्वस्यैकान्ततो हितश्रवणात् । बुवतोऽनुग्रहबुद्ध्या वक्तुस्त्वेकान्ततो भवतीति” वाचकवचनं व्याहन्येत, अतः खलु अनुग्रहधिया आगमार्थोपदेशमात्रमेवेष्टसाधनतया प्रतीयते, श्रोतुर्भावस्तु दुर्ग्रह इत्याशङ्कायामाह
જો ઉપર જણાવ્યા મુજબ પરસ્થાનદેશના આપવાથી ધમદિશકને કુશીલતાની પ્રાપ્તિ થતી હોય તો વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ ભગવંતે ફરમાવેલી વાતનો વિરોધ આવશે. તેઓશ્રી ફરમાવે છે કે; “હિતકર એવાં વચનોના શ્રવણથી બધા જ શ્રોતાઓને એકાંતે ધર્મની પ્રાપ્તિ થતી નથી. પરંતુ શ્રોતાની ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી ધમદશના આપનાર વક્તા(વ્યાખ્યાતા)ને એકાંતે ધર્મ(કર્મનિર્જરા) થાય છે. જો પરસ્થાનદેશના આપનારને ઉપર જણાવ્યા મુજબ કુશીલતાનો પ્રસંગ આવતો હોય તો ઉપર જણાવેલા વચનનો વિરોધ આવશે. તેથી ઉમાસ્વાતિ મહારાજાના વચનથી ખરેખર તો એમ જણાય છે કે ધર્મદેશકે આગમના અર્થનો ઉપદેશ આપવો તેમાં તેનું એકાંતે હિત છે. શ્રોતા કેવો છે અને કેવો નહિ – એ જોવાની આવશ્યકતા નથી. આમ પણ શ્રોતાની મનની પરિણતિને જાણવાનું કપરું છે.” - આ પ્રમાણેની શંકાનું સમાધાન કરાય છે.
अनुग्रहधिया वक्तुमित्वं नियमेन यत् ।
भणितं तत्तु देशादिपुरुषादिविदं प्रति ॥२३॥ अनुग्रहेति-अनुग्रहधिया वक्तुर्धर्मोपदेष्टु - धर्मित्वं निर्जराभागित्वम् । नियमेनैकान्तेन । यगणितं तत्तु देशादीन् पुरुषादींश्च वेत्ति यस्तं प्रति । न तु तद्ज्ञाने शक्तिमस्फोरयतं प्रति ।।२-३॥
“અનુગ્રહ કરવાની બુદ્ધિથી વ્યાખ્યાતાને ચોક્કસપણે નિર્જરા થાય છે - એ પ્રમાણે જે કહ્યું છે, તે; દેશ વગેરે અને પુરુષ વગેરે(શ્રોતાદિ)ને જાણનારા વ્યાખ્યાતાને આશ્રયીને કહ્યું છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ ર મવતિ થર્મ.' ઈત્યાદિ કારિકા દ્વારા; “વક્તાને શ્રોતાની ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિએ ધર્મદશના આપવાથી એકાંતે નિર્જરાનું તે ભાજન બને છે' - એ જે જણાવ્યું છે તે; દેશ અને કાલાદિના તેમ જ બાલાદિ સ્વરૂપ પુરુષ(શ્રોતા) અને તેની પરિણતિ વગેરેના જે જાણકાર છે તેવા ધર્મોપદેશકોને આશ્રયીને જણાવ્યું છે. જે ધર્મોપદેશકો દેશ કે કાલાદિને અને પુરુષ કે તેની પરિણતિ વગેરેને જાણવા માટે પ્રયત્ન કરતા નથી તેમને આશ્રયીને એ વાત કરી નથી. દેશાદિ અને પુરુષાદિને જાણ્યા વિના અનુગ્રહબુદ્ધિથી પણ દેશના આપવાથી તે ધર્મોપદેશકોને નિર્જરા થતી નથી. પરંતુ તે ઉપદેશકોને કુશીલતાનો પ્રસંગ આવે છે. ર-૩
४८
દેશના બત્રીશી
Page #52
--------------------------------------------------------------------------
________________
ननु पुरुषादिभेदेन देशनाभेदो न युक्तः, राजरङ्कयोरेकरूपेणैव देशनाभिधानात् । तथा चाचारसूत्रं“जहा पुण्णस्स कत्थइ तहा तुच्छस्स कत्थइ । जहा तुच्छस्स कत्थइ तहा पुण्णस्स कत्थइ” (आचारांगसूत्र १०१ पत्र १४५) इति । सूत्रोल्लङ्घनं च महतेऽनयेत्याशङ्क्याह
આ રીતે બાલાદિ જીવોને આશ્રયીને દેશનામાં ભેદ કરવો (ફેરફાર કરવો) : એ યોગ્ય નથી. કારણ કે રાજા અને રંકને એકસરખી જ દેશના આપવાનું વિધાન છે. શ્રી આચારાંગસૂત્રમાં (ફૂ.નં.૧૦૧) જણાવ્યું છે કે; પુણ્યશાળી રાજા વગેરેને જેવી દેશના અપાય છે તેવી જ દેશના ગરીબ વગેરે તુચ્છ જનોને અપાય છે. જેવી દેશના તુચ્છ ગરીબ વગેરેને અપાય છે, તેવી જ દેશના રાજા વગેરે પુણ્યવંત આત્માને અપાય છે. આથી સમજી શકાય છે કે શ્રી આચારાંગસૂત્રમાં જીવમાત્રને એકસરખી જ દેશના આપવાનું ફરમાવ્યું છે. તેથી બાલાદિ જીવોને આશ્રયીને દેશનામાં ફેરફાર કરવાનું ઉચિત નથી. કારણ કે સૂત્ર-આગમનું ઉલ્લંઘન મહાન અનર્થનું કારણ છે – આવી શંકાનું નિરાકરણ કરાય છે
कोऽयं पुरुष इत्यादिवचनादत एव च । पर्षदादिविवेकाच्च व्यक्तो मन्दस्य निग्रहः ॥२-४॥
कोऽयमिति-अत एव च विपर्यये दोषादेव च । कोऽयं पुरुष इत्यादिवचनानन्द्यावश्यकादौ । पर्षदादीनां विवेकाद्विवेचनाच्च । मन्दस्य देशादिपुरुषादिज्ञानाभाववतो वक्तुः । निग्रहोऽपसिद्धान्तलक्षणः । व्यक्तः प्रकट एव । अयं भावः-उक्ताचारसूत्रं साधोधर्मव्याख्याने निरीहतामात्रद्योतकमेव । राजादेरभिप्रायाननुसरणे प्रकटदोषोपदर्शनपूर्वमनुपदमेव तत्र पुरुषादिदेशादिपरिज्ञानवत्त्वेन देशनाधिकारित्वाभिव्यञ्जनात् । तदुक्तं-“अवि य हणे अणाइयमाणे एत्थं पि जाण सेयं ति णत्थि केयं पुरिसे कंच णए त्ति” । (आचारांगसूत्र १०२ पत्र १४५/१४६) किं चैवं पुरुषादिपरिज्ञानानावश्यकत्वे पर्षदादिगुणदोषोपवर्णनं तत्र तत्र व्यर्थं વિતિ રિ-૪.
“યથાસ્થાનદેશના આપવામાં ન આવે તો પરસ્થાનદેશના આપનાર વક્તાને કુશીલતાસ્વરૂપ દોષનો પ્રસંગ આવતો હોવાથી જ છોડ પુરુષ... ઇત્યાદિ વચનથી (શ્રી આચારાંગમાં) પુરુષાદિને જાણવાની અને પર્ષદાદિના વિવેચનથી (શ્રી નંદીસૂત્રાદિમાં) પર્ષદાને જાણવાની વાત કરીને; તેમ કરવામાં ન જ આવે તો પરસ્થાનદેશનાને આપનારા મંદનો નિગ્રહ સ્પષ્ટપણે જણાવ્યો છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે યથાસ્થાનદેશના આપવામાં ન આવે અને ઉપર જણાવ્યા મુજબના શ્રી આચારાંગસૂત્રના વચનાનુસાર રાજા અને રંકને એકસરખી જ દેશના આપવાની હોય તો; શ્રી આચારાંગસૂત્રમાં જ આગળ જઈને જે જણાવ્યું છે કે “કોણ પુરુષ છે...” વગેરે - તે, ધર્મદશકે જોવું જોઈએ. તેમ જ શ્રી નંદીસૂત્ર વગેરેમાં પર્ષદાદિનું વિસ્તારથી વર્ણન કર્યું છે.
એક પરિશીલન
૪૯
Page #53
--------------------------------------------------------------------------
________________
એથી એ ચોક્કસ છે કે ધર્મદશકે પુરુષાદિને અને પર્ષદાદિને જાણીને જ ધર્મદેશના આપવી જોઈએ. આથી જ આ પ્રમાણે ન કરવામાં આવે તો દેશાદિ અને પુરુષાદિના જ્ઞાનના અભાવવાળા મંદ પદિશકનો નિગ્રહ એટલે કે અપસિદ્ધાંત બોલવાથી થનારો પરાભવ સ્પષ્ટ છે – આ પ્રમાણે પણ ત્યાં ત્યાં જણાવ્યું છે. આ બધું ત્યારે જ સંગત બને કે જ્યારે પુરુષાદિને આશ્રયીને દેશનામાં ભેદ માનીએ. જો જીવમાત્રને એકસરખી જ દેશના આપવાની હોય તો પુરુષાદિના જ્ઞાનનું વિધાન, પર્ષદાદિનું વિવેચન અને મંદનો પરાભવઃ આ બધાને જણાવવાનું કોઈ જ પ્રયોજન રહેતું નથી. માટે યથાસ્થાનદેશના આપવાના બદલે અસ્થાન દેશના આપવાથી કુશીલતાનો પ્રસંગ આવે છે – એ સમજી શકાય છે.
જોકે આ રીતે યથાસ્થાનદેશના જ આપવાની હોય તો શ્રી આચારાંગસૂત્રના નદી પુvy/ ત્ય. આ સૂત્રથી એકસરખી જ દેશના આપવાના વિધાનનો વિરોધ આવે છે; પરંતુ તેનો પરિહાર કરતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કે; તે (ન પુરસ.. ઇત્યાદિ) સૂત્રનો અર્થ એ છે કે પૂ. સાધુભગવંતો વ્યાખ્યાન કરતી વખતે શ્રોતા પાસેથી કોઈ ફળની ઈચ્છા ન રાખે. આવી નિરીહતામાત્રને જણાવનારું એ સૂત્ર છે. પુરુષ વગેરેનો અને પર્ષદાદિનો વિચાર કરવાની જરૂર નથી-એ જણાવનારું એ સૂત્ર નથી. શ્રી આચારાંગસૂત્રમાં એ સૂત્રથી જણાવેલી એ વાતનો પરમાર્થ સમજાવતી વખતે તે સૂત્રની ટીકામાં શ્રી શીલાંકાચાર્ય મહારાજાએ પણ ઉપર જણાવેલી વાત જણાવી છે. “નદી પુvo..” આ સૂત્ર વ્યાખ્યાતાની નિરીહતામાત્રને જણાવનારું ન હોય અને રાજારેકને એકસરખી દેશના આપવાનું વિધાન કરનારું હોય તો; રાજાદિના અભિપ્રાયનું અનુસરણ કરવામાં ન આવે તો જે દોષ આવે છે તે આગળના જ સૂત્રમાં આચારાંગમાં જણાવેલું સંગત નહિ બને. એ સૂત્રમાં તે પ્રમાણે જણાવવાપૂર્વક સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેશાદિ અને પુરુષાદિના જ્ઞાનવાળાને જ દેશનાનો (દશના આપવાનો) અધિકાર છે. વિદ.. ઇત્યાદિ સૂત્રમાં જણાવ્યું છે કે “રાજાના અભિપ્રાયનો આદર ન કરીએ તો તે મારે પણ; તેથી તું અહીં જાણ ! આવી ધર્મદશનામાં શ્રેય-પુણ્ય નથી. આ પુરુષ કોણ છે, કયા દેવને માને છે... વગેરે જાણીને જ ધર્મદેશના કરવી જોઇએ.” ધર્મદેશના કરતી વખતે આ રીતે પુરુષાદિનું જ્ઞાન આવશ્યક છે. પુરુષાદિનું જ્ઞાન આવશ્યક ન હોય તો શ્રી નંદીસૂત્ર વગેરે ગ્રંથમાં પર્ષદાદિના ગુણ અને દોષનું વર્ણન કરવાનું અર્થહીન બની જશે. તેથી સમજી શકાશે કે પુરુષાદિવિશેષને આશ્રયીને દેશનાનો ભેદ(ફરક) કરવાનું યુક્ત જ છે. અન્યથા પરસ્થાનદેશનાથી કુશીલતા પ્રાપ્ત થશે. ર-૪ - દેશાદિ અને પુરુષાદિના જ્ઞાનની અપેક્ષા રાખ્યા વિના ધમેદશનાને આપનારા ધર્મદશકને કુશીલતા પ્રાપ્ત થાય છે - એ જણાવ્યું. હવે આવા ધર્મદેશકોની દેશનાથી શ્રોતાઓને જે અનિષ્ટ થાય છે તે જણાવવા માટે પાંચમો શ્લોક છે–
૫૦
દેશના બત્રીશી
Page #54
--------------------------------------------------------------------------
________________
अज्ञातवागविवेकानां पण्डितत्वाभिमानिनाम ।
विषं यद्वर्त्तते वाचि मुखे नाशीविषस्य तत् ॥२-५॥ अज्ञातेति-अज्ञातो वाग्विवेकः शुद्धाशुद्धयोग्यायोग्यविषयत्वादिरूपो यैस्तेषां । पण्डितत्वाभिमानिनाम् । वाचि भाषायां । विषं यन्मिथ्यात्वरूपं वर्तते । तदाशीविषस्य व्यालस्य मुखे न । अनेकजन्मदुःखदं होकमन्यच्चैकजन्मदुःखदमेवेति ।।२-५॥
વાણી સંબંધી વિવેકનું જેમને જ્ઞાન નથી અને પોતાની જાતને જેઓ પંડિત માને છે; તેમની વાણીમાં જે ઝેર છે તે ઝેર આશીવિષસર્પના મુખમાં નથી.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે – હું જે બોલું છું તે શુદ્ધ (માર્ગાનુસારી) છે કે અશુદ્ધ; શ્રોતા યોગ્ય છે કે અયોગ્ય તેમ જ દેશ અને કાળ ઉચિત છે કે અનુચિત છે... વગેરે સંબંધી વચનવિવેક જેમને જ્ઞાત નથી અને પોતાની જાતને પાછા પંડિત માને છે, તેમની વાણીમાં જે મિથ્યાત્વસ્વરૂપ વિષ છે, તેવું વિષ આશીવિષસર્પના મુખમાં નથી. અર્થાત્ આશીવિષના મુખમાં જે વિષ છે તેનાથી ભયંકર એવું વિષ; એ વિવેકરહિત ધર્મદેશકોના વચનમાં છે. કારણ કે આશીવિષસર્પના મુખમાંનું વિષ એક જ મરણનું કારણ બને છે. પરંતુ પોતાની જાતને પંડિત માનનારા અને વચનના વિવેકથી અજ્ઞાત એવા ધર્મદશકોના વચનમાં રહેલું મિથ્યાત્વસ્વરૂપ વિષ અનેકાનેક મરણનું કારણ બને છે. આ રીતે એક વિષ (મિથ્યાત્વસ્વરૂપ વિષ) અનેક જન્મનાં દુઃખોનું કારણ છે અને બીજું વિષ (સર્પના મુખમાં રહેલું) એક જન્મના જ દુઃખને આપનારું છે.
આથી સમજી શકાશે કે જેમને દેશ, કાળ, પુરુષ અને વચનની શુદ્ધિ વગેરેનું જ્ઞાન નથી અને પાછા પોતાની જાતને પંડિત માનીને ધર્મદેશના કરવાની પ્રવૃત્તિ કરે છે; એ ધર્મદશકો મિથ્યાત્વસ્વરૂપ વિષને શ્રોતાઓના હૃદય સુધી નિરંતર પહોંચાડ્યા જ કરે છે. પોતાને તો આવી પ્રવૃત્તિના કારણે કુશીલતા પ્રાપ્ત થયેલી જ છે. પરંતુ એ પ્રવૃત્તિથી શ્રોતાઓને પણ મિથ્યાત્વ-વિષની બાધા કરે છે. તેથી ઉભય(વક્તા અને શ્રોતા)ને માટે અહિત કરનારી આવી પરસ્થાનદેશનાની પ્રવૃત્તિ કોઈ પણ રીતે દૂર કરવી જોઈએ. જેમને દેશાદિનું કે શુધ્યાદિનું જ્ઞાન નથી એવા લોકોએ મૌન રહેવું જોઈએ. પરંતુ આવા લોકો જયારે પોતાની જાતને પંડિત માને છે; ત્યારે તેઓ બોલ્યા વગર રહી શકતા નથી. અને નિરંતર વચન દ્વારા મિથ્યાત્વસ્વરૂપ વિષને વમતા હોય છે. મુમુક્ષુએ આવા અવસરે ખૂબ જ ઉપયોગપૂર્વક વર્તવું જોઈએ. અન્યથા એ મિથ્યાત્વવિષની બાધા-પીડા ભોગવવાનો પ્રસંગ આવશે. વર્તમાનની વિષમ સ્થિતિની ઉત્પત્તિમાં એવા ધમદશકોએ પુષ્કળ ફાળો આપ્યો છે. એ પ્રવૃત્તિને અટકાવવાનું આપણી શક્તિ બહારનું છે. પરંતુ એમાં આપણે આવી ન જઈએ – એટલે માત્ર ચોક્કસપણે ધ્યાનમાં રાખી શકીએ. ર-પી
એક પરિશીલન
Page #55
--------------------------------------------------------------------------
________________
बालादीनां लक्षणमाह
ઉપર જણાવ્યા મુજબ એ સિદ્ધ થયું કે બાલાદિ જીવોને બાલાદિ-યોગ્ય દેશના આપવી. હવે તે બાલાદિ જીવોનું સામાન્યથી લક્ષણ જણાવાય છે–
तत्र बालो रतो लिने वृत्तान्वेषी तु मध्यमः । पण्डितः सर्वयत्नेन शास्त्रतत्त्वं परीक्षते ॥२-६॥
तत्रेति-तत्र तेषु बालादिषु मध्ये । लिङ्गे लिङ्गमात्रे । रतो बालः, लिङ्गमात्रप्राधान्यापेक्षयाऽसदारम्भत्वात् । वृत्तान्वेषी तु वृत्तप्राधान्यापेक्षी तु मध्यमः, बालापेक्षया मध्यमाचारत्वात् । यस्तु सर्वयलेन शास्त्रतत्त्वं परीक्षते स पण्डितः, तत्त्वतस्तस्य मार्गानुसारितयोत्कृष्टाचारत्वात् ॥२-६॥
બાલાદિ જીવોમાં લિંગમાત્રમાં જે રક્ત(રાગી) છે તેને બાલ કહેવાય છે, વૃત્ત(આચાર)ને જ મુખ્ય માનનારો મધ્યમ છે અને જે પૂર્ણ પ્રયત્ન શાસ્ત્રતત્ત્વને પરીલે છે તે પંડિત છે.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય સ્પષ્ટ છે કે બાલ, મધ્યમ અને પંડિતઃ આ ત્રણ પ્રકારના શ્રોતાઓને તેમને ઉચિત દેશના આપવાની છે. એમાં બાલજીવો અસદુઅસુંદર (ખરાબ) આચારવાળા; આગમમાં જેનો નિષેધ છે તેને આચરવાવાળા અને દેશકાળાદિને આશ્રયીને શક્ય હોવા છતાં એ પ્રમાણે સદાને માટે નહિ આચરનારા હોય છે. તેથી લગભગ તેઓ આચારના મહત્ત્વને સમજતા હોતા નથી. તેમની દષ્ટિએ બાહ્ય વેષઆકારને ધારણ કરવા માત્રથી તે વંદનાદિને યોગ્ય હોય છે. તેથી તેઓ લિંગ-બાહ્યવેષઆકારમાં જ રાગી હોય છે. એવા બાહ્યવેષાદિને ધારણ કરનારાને બાલજીવો ધર્મી માની લે છે. સામાન્ય રીતે મધ્યમ અને પંડિતજનો પણ આચાર અને તત્ત્વ(શાસતત્ત્વ)ની સાથે વેષને પણ માને છે. પરંતુ તેઓ બાલની જેમ લિંગમાત્રનું જ પ્રાધાન્ય માનતા નથી. તેથી શ્લોકમાંના નિક પદનો અર્થ લિંગમાત્ર કર્યો છે.
બાલજીવોની અપેક્ષાએ મધ્યમબુદ્ધિવાળા જીવોનો આચાર, મધ્યમ કોટિનો હોય છે. તેમને વિશેષ જ્ઞાન ન હોવાથી શું કરવાથી વિશેષ લાભ થશે અથવા શું કરવાથી અલાભ થશે.. ઇત્યાદિની સમજણ હોતી નથી. તેઓ શાસ્ત્રમાં જે પ્રમાણે શબ્દથી જણાવ્યું હોય તે મુજબ કરતા હોય છે. પરંતુ તેના પરમાર્થને જાણતા નથી. ગુરુલાઘવના જ્ઞાનથી કરી શકાતા એવા કાર્યને તેઓ કરતા નથી. માત્ર સૂત્રમાં જણાવેલા તે તે કાર્યને તેઓ કરે છે. તેથી તે મધ્યમ આચારવાળા છે. માત્ર વેષને જોયા વિના આચારને પણ તેઓ અન્વેષે છે. બીજાને ધર્મી તરીકે માનવામાં તેઓ માત્ર વેષની અપેક્ષા રાખતા નથી, પરંતુ સાથે સાથે આચારની મુખ્યતા રાખે છે. ધર્મીપણામાં આચાર મુખ્ય છે - એવી માન્યતાને તેઓ સેવતા હોય છે. તેથી આચારહીન એવા વેષધારીને તેઓ વંદનીય વગેરે માનતા નથી.
૫૨
દેશના બત્રીશી
Page #56
--------------------------------------------------------------------------
________________
પંડિતજનો તો પૂર્ણ પ્રયત્ન શાસતત્ત્વને જોતા હોય છે. વેષ અને આચારને જોયા પછી પણ ધર્માત્માની પ્રવૃત્તિ શાસ્ત્રાનુસારી છે કે નહિ... વગેરે ખૂબ જ સૂક્ષ્મ રીતે જુએ છે. પંડિતજનો જ્ઞાન, દર્શન અને ચારિત્ર : એ ત્રણનું અનુસરણ કરતા હોય છે. તેમનો આચાર ઉત્કૃષ્ટ કોટિનો હોય છે. શાસ્ત્રના તત્ત્વ-પરમાર્થની પરીક્ષા કરીને જ તેઓ બીજાને ધર્મી તરીકે માને છે. આ રીતે બાલ, મધ્યમ અને પંડિત જનોને ઓળખીને તેમને ઉચિત દેશના આપવી જોઇએ. આર-૬ll
બાહ્યલિંગ પણ અપરિગ્રહતાદિને જણાવનારું હોવાથી બાહ્યલિંગને પ્રધાન-મુખ્ય માનનારને બાલ કેમ કહેવાય છે – આવી શંકાનું સમાધાન કરાય છે–
गृहत्यागादिकं लिङ्गं बाहं शुद्धिं विना वृथा । न भेषजं विनारोग्यं वैद्यवेषेण रोगिणः ॥२-७॥
गृहेति-गृहत्यागादिकं बाह्यं बहिर्वति लिङ्गम् । शुद्धिं विना अन्तस्तत्त्वविवेकमन्तरा । वृथा निरर्थकं । न हि रोगिणो भेषजोपयोगं विना वैद्यवेषधारणमात्रेणारोग्यं भवति । अत एवैतत्परैरपि मिथ्याचारफलमुच्यते, तल्लक्षणं चेदं–“बाह्येन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् । इन्द्रियार्थान् विमूढात्मा મિથ્યાવાર: સ ૩તે છા” તિ ર-
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે - ગૃહત્યાગાદિ બાહ્ય લિંગ આંતરિક શુદ્ધિ વિના નિરર્થક છે. રોગીને ઔષધ વિના વૈદ્યવેષ ધરવા માત્રથી આરોગ્ય પ્રાપ્ત થતું નથી. કહેવાનો આશય એ છે કે કોઈ પણ જાતના આચાર કે વિચારને પ્રાધાન્ય આપ્યા વિના માત્ર બાહ્ય વેષ-આકારને પ્રધાન માનનારા ખરા અર્થમાં બાલ છે. કારણ કે આંતરિક ચિત્તપરિણતિની શુદ્ધિ વિના બાહ્ય વેષનું કોઈ જ મહત્ત્વ નથી. તે બાહ્યલિંગ નિરર્થક છે. તેનાથી અનાદિના ભવરોગનું નિવારણ થતું નથી. સામાન્ય કોટિના રોગીનો રોગ દવા વિના દૂર થતો નથી. વૈદ્યનો વેષ ધારણ કરવા માત્રથી રોગીને આરોગ્યની પ્રાપ્તિ થતી નથી – એ સ્પષ્ટપણે સમજી શકાય છે. ધર્મના અર્થી હોવા છતાં માત્ર વેષને (બાહ્ય લિંગને) જ પ્રધાન માનનારા એવા જીવો બાલ છે. બાલ જીવો ધર્મના અર્થી નથી હોતા એવું નથી. પરંતુ વિશેષ જ્ઞાનનો અભાવ હોવાથી તેઓ આંતરિક શુદ્ધિ વિના બાહ્ય વેષની નિરર્થકતાને સમજી શકતા નથી. અંતઃકરણમાં પ્રગટ થયેલા તત્ત્વવિવેકને આંતરિક શુદ્ધિ કહેવાય છે. આવી શુદ્ધિ; વિશેષ જ્ઞાનથી પ્રાપ્ત થતી હોય છે, જે; બાલજીવોને હોતી નથી.
આંતરિક તત્ત્વવિવેક વિનાનું બાહ્યલિંગ નિરર્થક હોવાથી જ અન્ય વિદ્વાનોએ પણ તેને મિથ્યાચારના ફળવાળું વર્ણવ્યું છે. મિથ્યાચારવાળા જીવોનું સ્વરૂપ વર્ણવતાં તેઓએ જણાવ્યું છે કે; જે બહારથી ઈન્દ્રિયોનું નિયમન કરીને મનથી પાંચેય ઇન્દ્રિયોના વિષય-રૂપાદિનું સ્મરણ કરે છે તે વિમૂઢ આત્માનો મિથ્યાચાર કહેવાય છે. જન્માંતરમાં ઉપાર્જેલા અકુશલ કર્મનો જ
એક પરિશીલન
૫૩
Page #57
--------------------------------------------------------------------------
________________
આ વિપાક છે કે ભોગ અને ઉપભોગથી રહિત બની બુદ્ધિમાન આત્માઓ જેને નિંદનીય ગણે છે એવા બાહ્યલિંગમાત્રને ધારણ કરી કષ્ટમય જીવન જિવાય છે. - આ બધું સમજવા જેટલી પાત્રતા જેમનામાં નથી એવા જીવો ખરેખર જ બાલ છે. માત્ર વેષને - આકારને - પ્રધાન માનવાથી તેમને ધર્મતત્ત્વ સમજાવવાનું ઘણું જ કપરું છે. //ર-ળી. મધ્યમજીવો વૃત્ત(આચાર)ને પ્રધાન માને છે. તે વૃત્તનું સ્વરૂપ જણાવાય છે–
गुरुदोषकृतां वृत्तमपि त्याज्यं लघुत्यजाम् ।
जाड्यत्यागाय पतनं ज्वलति ज्वलने यथा ॥२८॥ गुर्विति-वृत्तं खलु असदारम्भनिवृत्तिमदनुष्ठानं, तच्च कार्य हेतूपचारेण यच्चारित्रमुच्यते तत्क्षायोपशमिकत्वाच्छुद्धमेव, यत्तु कीर्त्याद्यर्थं तद्वदाभासते, तल्लघुत्यजामपि सूक्ष्मदोषाकरणयलवतामपि । गुरून् दोषान् प्रवचनोपघातकारिणः कुर्वन्ति ये तेषां सम्बन्धि त्याज्यम् । यथा जाड्यत्यागाय अङ्गशैत्यापनयनाय ज्वलति ज्वलने पतनम् ॥२-८॥
નાના(સૂક્ષ્મ) દોષોનો ત્યાગ કરનારા અને મોટા દોષોને આચરનારાનું વૃત્ત પણ હેય કોટિનું છે, કોઈ પણ રીતે આદરણીય નથી. શરીરની ઠંડી(ટાઢ)ને દૂર કરવા બળતા એવા અગ્નિમાં કોઈ પડતું નથી” – આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે મધ્યમબુદ્ધિ જીવો આચારને પ્રધાન-મુખ્ય માને છે. માત્ર વેષને તેઓ પ્રધાન માનતા નથી. પ્રાણાતિપાત, મૃષાવાદ વગેરે આશ્રવોની જેમાં નિવૃત્તિ છે, એવા સદનુષ્ઠાનને અહીં વૃત્તઆચાર મનાય છે. જોકે આત્માની સર્વસાવદ્યથી વિરામ પામવાદિની પરિણતિને જ વાસ્તવિક રીતે વૃત્ત-આચાર કહેવાય છે. એવી પરિણતિ (પરિણામ-ભાવ) વિના; સર્વથા નિરવદ્ય (શુદ્ધ) જણાતાં પણ બાહ્ય અનુષ્ઠાનોને આચાર તરીકે મનાતાં નથી. પરંતુ સર્વસાવદ્ય યોગથી વિરામ પામવાના પરિણામપૂર્વકના તે અનુષ્ઠાનમાં પરિણામનો (કાર્યમાં કારણનો) ઉપચાર કરવાથી તે અનુષ્ઠાનને પણ વૃત્ત-આચાર કહેવાય છે, જે; ચારિત્રસ્વરૂપ છે અને ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી પ્રગટેલું હોવાથી શુદ્ધ છે.
જે લોકોનું કીર્તિ, માન, સન્માન અને સંસારનાં સુખો વગેરેના ઉદ્દેશથી શુદ્ધ ચારિત્ર જેવું અનુષ્ઠાન દેખાય છે; તે અનુષ્ઠાનને અહીં વૃત્ત તરીકે વર્ણવ્યું નથી. અપ્રમાર્જના, અપ્રતિલેખનાદિ સ્વરૂપ સૂક્ષ્મ દોષોનો ત્યાગ કરનારા અને સન્માર્ગ તેમ જ તેના આરાધકાદિની નિંદા કરવા વગેરે સ્વરૂપ મોટા દોષોને સેવનારા, એવા લોકોનું એ અનુષ્ઠાન (સદનુષ્ઠાન-જેવું દેખાતું) સર્વથા ત્યાજય છે. કોઈ પણ રીતે એ ઉપાદેય નથી. કારણ કે પ્રવચનનો ઉપઘાત (વિનાશ) કરનારા એ મોટા દોષોને લઈને; શુદ્ધ ચારિત્ર જેવાં દેખાતાં પણ અનુષ્ઠાનો મોક્ષનાં કારણ બનતાં નથી. માટે એવાં અનુષ્ઠાનો કોઈ પણ રીતે પ્રધાન નથી. આ વાતને દષ્ટાંતથી સમજાવતાં શ્લોકના
૫૪
દેશના બત્રીશી
Page #58
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે શરીરમાં ગમે તેટલી શીતતા હોય પરંતુ તેના ત્યાગ માટે અનિવારણ માટે) બળતા અગ્નિમાં પડવાનું કોઈ પણ રીતે ઉચિત નથી. શરીરની શીતતાને દૂર કરવા અગ્નિમાં પડવાનું જેટલું ભયંકર છે, એટલું જ ભયંકર; નાના દોષના પરિવાર માટે પ્રયત્ન કરનારા અને મોટા દોષોને મજેથી આચરનારાનું વૃત્ત પણ છે. ર-૮
પંડિત જનો સર્વ પ્રયત્ન શાસ્ત્રતત્ત્વને પરીક્ષે છે – એ પ્રમાણે છઠ્ઠા શ્લોકમાં જણાવ્યું છે, ત્યાં શાસ્ત્રતત્ત્વનું સ્વરૂપ જણાવાય છે.
शास्त्रतत्त्वं बुधज्ञेयमुत्सर्गादि-समन्वितम् ।
तद् दृष्टेष्टाविरुद्धार्थमैदम्पर्यविशुद्धिमत् ॥२-९॥ शास्त्रेति-शास्त्रतत्त्वं बुधज्ञेयं पण्डितैकगम्यम् । उत्सर्गादिभिः समन्वितम् । आदिनाऽपवादनिश्चयव्यवहारादिग्रहः । तद्दष्टेष्टाभ्यां प्रत्यक्षादिनागमान्तरेण चाविरुद्धार्थम् । तथा ऐदम्पर्यविशुद्धिमत् तात्पर्यतः શુદ્ધમ્ રિ-3/
ઉત્સર્ગ અને અપવાદ વગેરેથી યુક્ત; દષ્ટ અને ઈષ્ટ પ્રમાણથી અવિરુદ્ધ અને તાત્પર્યને આશ્રયીને શુદ્ધ એવું શાસતત્ત્વ પંડિતજનોથી જ જોય છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે શાસ્ત્રતત્ત્વ બાલ કે મધ્યમ જીવો સમજી શકતા નથી. માત્ર પંડિતજનો જ સમજી શકે છે. તે શાસ્ત્રતત્ત્વ ઉત્સર્ગ અને અપવાદ તેમ જ વ્યવહાર અને નિશ્ચય... વગેરેથી સમન્વિત હોય છે. ત્યાં; તે તે સ્વરૂપે જણાવેલો જે અર્થ છે તે દષ્ટ અને ઈષ્ટ પ્રમાણથી અવિરુદ્ધ (અબાધિત) હોય છે. પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણને દષ્ટ પ્રમાણ કહેવાય છે. અને આગમપ્રમાણને ઈષ્ટ પ્રમાણ કહેવાય છે.
જે શાસ્ત્રમાં જણાવેલો અર્થ પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી બાધિત ન હોય તે શાસ્ત્ર જ ' તાત્ત્વિક છે. પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી બાધિત એવો અર્થ જો શાસ્ત્ર જણાવે તો તેનું પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી જ નિરાકરણ થવાથી તે શાસ્ત્રમાં તત્ત્વ (પ્રામાણ્ય) રહેતું નથી. આવી જ રીતે શાસ્ત્રમાં આગમમાં) જણાવેલો અર્થ શાસ્ત્રાંતરથી(આગમાંતરથી) બાધિત ન હોય તો જ તે શાસ્ત્ર પ્રમાણભૂત મનાય છે. આગમાંતરનો વિરોધ આવે એ રીતે જો આગમ; પદાર્થનું નિરૂપણ કરે તો તેનું નિરાકરણ આગમાંતરથી જ થઈ જાય. તેથી તે આગમની પ્રામાણિકતા નહીં રહે. જે શાસ્ત્રનાં વાક્યોનું તાત્પર્ય બાધિત ન હોય તે શાસ્ત્રતત્ત્વ દંપર્ય(તાત્પર્ય-કહેવાનો આશય)ની શુદ્ધિવાળું છે. આવું શાસ્ત્રતત્ત્વ પંડિતો સિવાય બીજા કોઈ સમજી શક્તા નથી. અર્થાત્ આવું શાસ્ત્રતત્ત્વ જેઓ સમજે છે તે જ પંડિતજનો છે. ધર્મના સ્વરૂપમાં નિરંતર શાસ્ત્રતત્ત્વનું દર્શન કરવામાં પંડિત પુરુષો પ્રયત્નશીલ હોય છે. બાહ્યવેષ અને આચાર ગમે તેટલા સારા હોય પરંતુ
એક પરિશીલન
Page #59
--------------------------------------------------------------------------
________________
તેમાં શાસતત્ત્વ જોવા ન મળે તો બાહ્યવેષાદિનું કોઈ પણ જાતનું મહત્ત્વ નથી – એ વાત તેઓ સારી રીતે સમજે છે. ર-લા શાસ્ત્રતત્ત્વ જે રીતે પ્રાપ્ત થાય છે; તે ઉપાયો જણાવવા પૂર્વક તેનું સ્વરૂપ જણાવાય છે–
श्रुतचिन्तोत्तरोत्पन्नभावनाभाव्यमस्त्यदः ।
श्रुतं सर्वानुगाद् वाक्यात् प्रमाणनयवर्जितात् ॥२-१०॥ श्रुतेति-श्रुतचिन्ताभ्यामुत्तरोत्पन्ना या भावना तया भाव्यं सुग्रहतात्पर्यकम् । अदः शास्त्रतत्त्वमस्ति । तत्र श्रुतं सर्वानुगात् सर्वशास्त्राविरोधिनिर्णीतार्थात् । वाक्यात् । प्रमाणनयवर्जितात् प्रमाणनयाधिगमरहितात् । पदार्थमात्रावग्रहोत्तरस्य वाक्यार्थस्य कथम्भावाकाङ्क्षागर्भत्वेनेहारूपत्वात् प्रमाणनयाधिगमयोश्च कृत्स्नैकदेशापायरूपत्वात् ॥२-१०॥
“શ્રત અને ચિંતા(શ્રુતજ્ઞાન અને ચિંતાજ્ઞાન)થી ઉત્તરક્ષણમાં ઉત્પન્ન થનારી ભાવના(ભાવનાજ્ઞાન)થી ભાવ્ય-થનારું આ શાસ્ત્રતત્ત્વ છે. ત્યાં શ્રુતજ્ઞાન તેને કહેવાય છે કે જે; સકલશાસ્ત્રના અવિરોધી એવા અર્થને જણાવનારા અને પ્રમાણ તથા નયથી રહિત વાક્યથી ઉત્પન્ન થયેલું હોય છે.” – આ પ્રમાણે દસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે, હવે પછીના
શ્લોકો(૧૧-૧૨-૧૩)થી શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનું સ્વરૂપ વર્ણવ્યું છે, એ પ્રમાણે શ્રત અને ચિંતા જ્ઞાનથી ઉત્તરમાં ઉત્પન્ન થનારી ભાવના છે. તે ભાવનાજ્ઞાનથી શાસ્ત્રતત્ત્વનો પરમાર્થ સારી રીતે ગ્રહણ કરાય છે. એકલા શ્રુતજ્ઞાનથી કે ચિંતાજ્ઞાનથી એ શક્ય બનતું નથી. એ માટે ભાવનાજ્ઞાન આવશ્યક છે. ભાવનાજ્ઞાન; શ્રુતજ્ઞાન અને ચિંતાજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. શ્રુતજ્ઞાન અને ચિંતાજ્ઞાનની ઉપયોગિતા જ એ છે, જેથી તે બંને જ્ઞાનના ઉત્તરકાળમાં ભાવનાજ્ઞાન થાય છે. એનાથી વાક્યર્થ પારમાર્થિકસ્વરૂપે જણાય છે. આ પ્રમાણે આ શ્લોકના પૂર્વાદ્ધથી; પંડિતજનો જેની પરીક્ષા કરે છે તે શાસતત્ત્વનું નિરૂપણ પૂર્ણ થયું. જોકે આટલા નિરૂપણથી શાસ્ત્રતત્ત્વનો સ્પષ્ટ ખ્યાલ આવતો નથી. પરંતુ હવે પછી ભાવનાજ્ઞાનના નિરૂપણ વખતે એ માટે પ્રયત્ન કરાશે. - હવે આ શ્લોકના ઉત્તરાર્ધથી ત્રણ જ્ઞાનમાંના શ્રુતજ્ઞાનનું નિરૂપણ કરાય છે. આ શ્લોકનો ઉત્તરાદ્ધ અને અગિયારમો સંપૂર્ણ શ્લોક : એમ દોઢ શ્લોકથી શ્રુતજ્ઞાનનું સ્વરૂપ વર્ણવેલું હોવાથી આ શ્લોકના ઉત્તરાદ્ધ-માત્રના વિવેચનથી એ અંગે (શ્રુતજ્ઞાનના સ્વરૂપ અંગે) ચોક્કસ ખ્યાલ નહીં આવે. તેથી અહીંના વિવેચનનું અનુસંધાન કરી આગળના (૧૧મા) શ્લોકનું વિવેચન જોવું.
અહીંના પ્રમાણનયતાનું સર્વાનુI૬ વાચાર્ - આ પચ્ચમ્યન્ત પદો; અગિયારમા શ્લોકમાં ઉત્પન્ન અહીં જોડવાનાં છે. સકલશાસ્ત્રના અવિરોધી એવા અર્થનો નિર્ણય જે વાક્યથી
પદ
દેશના બત્રીશી
Page #60
--------------------------------------------------------------------------
________________
થાય છે, તે વાક્યને સર્વાનુગ વાક્ય કહેવાય છે. “ર હિંસ્થત્ સર્વભૂતાનિ'; “રાકૃતં વહેતું અને બનાવત્ત યા વગેરે વાક્યો (હિંસા કરવી નહિ; અસત્ય બોલવું નહિ અને ન આપેલી વસ્તુ ગ્રહણ કરવી નહિ ઈત્યાદિ અર્થને જણાવનારાં વાક્યો) સર્વાનુગ વાક્ય છે. કારણ કે તે વાક્યથી જણાવેલો અર્થ કોઈ પણ શાસ્ત્રથી વિરુદ્ધ નથી. સર્વાનુગવાક્યથી જે જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન છે. આ જ્ઞાન, પ્રમાણ અને નયના જ્ઞાનથી નિરપેક્ષ હોય છે. આશય એ છે કે સામાન્ય રીતે શ્રુતજ્ઞાનાદિ ત્રણેય જ્ઞાનો વાક્યથી થાય છે. સર્વાનુગવાક્યથી શ્રુતજ્ઞાન થાય છે – એ કહેવાનો અર્થ એ નથી કે એ વાક્યથી ચિંતાજ્ઞાન કે ભાવનાજ્ઞાન થતાં નથી. સર્વાનુગવાક્યથી જ્યારે શ્રવણમાત્રના કારણે જ્ઞાન થાય છે અને ત્યારે પ્રમાણ કે નયના જ્ઞાનની અપેક્ષાએ અર્થની વિચારણા હોતી નથી ત્યારે એ જ્ઞાન શ્રુતજ્ઞાનસ્વરૂપ હોય છે. શ્રુતજ્ઞાનમાં પ્રમાણનયના અધિગમનો અભાવ હોય છે. કારણ કે વાક્યના શ્રવણમાત્રથી પદાર્થમાત્રનો અવગ્રહ થાય છે. ત્યાર બાદ; “આ અર્થ કયો હશે”!.. ઈત્યાદિ સ્વરૂપ આકાંક્ષા(જિજ્ઞાસા)ગર્ભિત વાક્યર્થની ઈહા થાય છે, જે; શ્રુતજ્ઞાનસ્વરૂપ છે. પ્રમાણનો અધિગમ સમગ્રાંચના અપાય સ્વરૂપ છે અને નયનો અધિગમ વસ્તુના એકદેશના અપાય સ્વરૂપ છે. તેથી અપાયરૂપ પ્રમાણનયનો અધિગમ શ્રુતજ્ઞાનમાં ન હોય - એ સમજી શકાય છે. આર-૧૦ના શ્રુતજ્ઞાનના સ્વરૂપનું નિરૂપણ પૂર્ણ કરાય છે–
उत्पन्नमविनष्टं च बीजं कोष्ठगतं यथा । परस्परविभिन्नोक्तपदार्थविषयं तु न ॥२-११॥
उत्पन्नमिति-उत्पन्नमित्यत्र प्राक्तनपञ्चम्यन्तस्यान्वयः । ज्ञानमिति व्यवहितोत्तरश्लोकस्थमत्रानुषज्यते । एवमग्रेऽपि । अविनष्टं च यथा कोष्ठगतं बीजं । परस्परविभिन्नोक्ता ये पदार्थास्तद्विषयं तु न । तस्य संदेहरूपत्वात् । यैस्तु वाच्या(क्या)र्थमात्रविषयस्यात्र व्यवच्छेद उच्यते तैर्विशकलितस्यैवायमेष्टव्यः, न तु दीर्धेकोपयोगानुस्यूतस्य पदवाक्यमहावाक्यैदम्पर्यार्थमूर्तिकस्य, तस्योपदेशपदप्रसिद्धत्वादिति ध्येयम् । यद्वा तत्र स्वतन्त्रसंज्ञाव्यवच्छेद एवेष्यते इति न दोषः ॥२-११॥
પૂર્વશ્લોકમાંના પંચમ્યન્ત સર્વાનુ... ઈત્યાદિ પદોનો અને તેરમા શ્લોકમાંના “જ્ઞાન પદનો અહીં ઉત્પન્ન ની સાથે અન્વય (સંબંધ) છે. તેથી “પ્રમાણનયવર્જિત સર્વાનુગવાક્યથી થયેલું કોઠીમાં રહેલા બીજ જેવું અને પરસ્પર ભિન્ન રીતે જણાવેલા પદાર્થોને નહિ જણાવનારુંએવું શ્રુતજ્ઞાન છે.” આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ હિંયા સર્વભૂતાનિ ઈત્યાદિ સર્વાનુગવાક્ય(સર્વશાસ્ત્રાવિરોધી)થી શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે, જે કોઠીમાં રહેલા બીજ જેવું છે. એ બીજથી અંકુરાદિ ઉત્પન્ન થયેલા ન હોવા છતાં તેમાં અંકુરાદિને ઉત્પન્ન કરવાની યોગ્યતા રહેલી છે.
એક પરિશીલન
૫૭
Page #61
--------------------------------------------------------------------------
________________
તેમ શ્રુતજ્ઞાનથી ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન થયેલું જ છે; એવું નથી. પરંતુ તેમાં તે બંને જ્ઞાનને પ્રાપ્ત કરાવવાની યોગ્યતા રહેલી છે. સામગ્રીવિશેષનું સંનિધાન પ્રાપ્ત થાય તો ચોક્કસ જ શ્રુતજ્ઞાનથી ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન થાય છે.
આ શ્રુતજ્ઞાન પરસ્પર ભિન્ન(વિરુદ્ધ)સ્વરૂપે જણાવેલા પદાર્થનું અવગાહન કરાવતું નથી. કારણ કે પરસ્પર વિભિન્ન (વિરુદ્ધ) અર્થાવગાહી જ્ઞાન સંશયસ્વરૂપ હોય છે અને શ્રુતજ્ઞાન તો દસમા શ્લોકમાં જણાવ્યા મુજબ ઇહાસ્વરૂપ છે. ઈહા અપાયને કરાવવામાં તત્પર હોય છે. અને સંશય અપાયને અવરોધવામાં તત્પર હોય છે. તેથી સંશય અને ઇહામાં ભેદ છે.
જે લોકો; “શ્રુતજ્ઞાનમાં પદાર્થમાત્રનો જ બોધ હોય છે અને વાક્યર્થમાત્રનો બોધ હોતો નથી' - એ પ્રમાણે માને છે, તેમણે; “વિશકલિત(પરસ્પર અસંબદ્ધ) જ વાક્યર્થ બોધ શ્રુતજ્ઞાનમાં હોતો નથી.' - આ પ્રમાણે માનવું જોઇએ. કારણ કે દીર્ઘ એક ઉપયોગથી અનુસ્મૃત (અવિરત પ્રવાહવાળો) એવો પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યર્થ અને ઐદત્પર્યાર્થ સ્વરૂપવાળા વિષયનો બોધ શ્રુતજ્ઞાનમાં હોય છે એવું ઉપદેશપદમાં જણાવ્યું છે. વાક્યર્થમાત્રનો બોધ શ્રુતજ્ઞાનસ્થળે હોતો નથી – એમ માની લેવામાં આવે તો ઉપદેશપદ ની સાથે વિરોધ આવશે. જોકે પદાર્થમાત્રનો પણ બોધ શ્રુતજ્ઞાનસ્થળે માનવામાં ન આવે તો ઉપદેશપદનો વિરોધ આવે છે. પરંતુ અહીં પરસ્પર વિભિન્ન પદાર્થવિષયક જ બોધનો વ્યવચ્છેદ કર્યો હોવાથી કોઈ દોષ નથી.
શ્રુતજ્ઞાન વાક્યર્થમાત્રવિષયક હોય છે - આ પ્રમાણે જણાવ્યા પછી ખરી રીતે પદાર્થમાત્રવિષયક હોતું નથી એ કહેવાની આવશ્યકતા નથી. કારણ કે સંશ્લિષ્ટ પદસમુદાયસ્વરૂપ જ વાક્ય છે. તદર્થવિષયકશ્રુતજ્ઞાન માનવામાં કોઈ દોષ નથી. અને અસંશ્લિષ્ટ પદોનો સમુદાય વાક્યસ્વરૂપ ન હોવાથી તદર્થવિષયક શ્રુતજ્ઞાન માનવાનો કોઈ પ્રસંગ જ નથી.
| ‘પદસમૂહસ્વરૂપ વાક્ય છે' - એમ માનવામાં આવે તો અસંશ્લિષ્ટ પદાર્થવિષયક શ્રુતજ્ઞાન હોતું નથી - એમ જણાવવાનું આવશ્યક છે. પરંતુ ઉપદેશપદમાં શ્રુતજ્ઞાનના વિષય તરીકે પદાર્થમાત્રને પણ વર્ણવ્યો હોવાથી તેના વિરોધનો પ્રસંગ આવશે. તેથી અહીંયા તત્ર... ઇત્યાદિ ગ્રંથ છે. એનો આશય એ છે કે પદાર્થજ્ઞાન(પદાર્થમાત્રવિષયક જ્ઞાન)ને “શ્રુતજ્ઞાનનું નામ અપાતું નથી. પરંતુ સંશ્લિષ્ટ પદાર્થજ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવાય છે, તે વાક્યર્થવિષયકજ્ઞાનસ્વરૂપ હોવાથી કોઈ વિરોધ નથી.
નવમા શ્લોકથી આરંભીને આ શ્લોક સુધીના ત્રણ શ્લોકમાં જણાવેલી વસ્તુને જિજ્ઞાસુઓએ સમજી લેવા માટે પૂરતો પ્રયત્ન કરી લેવો જોઇએ. વાંચતાંની સાથે સમજાય એવી એ વસ્તુ નથી. સંસ્કૃત ભાષા કે દાર્શનિકોની પરિભાષા વગેરેનું પ્રાથમિક પણ જ્ઞાન ન હોય ત્યારે – આ બધું સમજવાનું ઘણું જ અઘરું છે. અહીં જણાવેલી વાતનો થોડોઘણો ખ્યાલ આવે - એ માટે નીચે જણાવ્યા મુજબ થોડું સમજી લેવું જોઈએ.
પટે
દેશના બત્રીશી
Page #62
--------------------------------------------------------------------------
________________
સામાન્યથી પદાર્થજ્ઞાન, વાક્યર્થજ્ઞાન, મહાવાક્ષાર્થજ્ઞાન અને ઐદત્પર્યાર્થજ્ઞાન : આ પ્રમાણે ચાર પ્રકારનું જ્ઞાન છે. “ર હિંશાત્ સર્વભૂતાનિ' ઇત્યાદિ વાક્યોનાં તે તે પદોના અર્થના જ્ઞાનને પદાર્થજ્ઞાન કહેવાય છે. સંપૂર્ણ વાક્યર્થના જ્ઞાનને વાક્યર્થજ્ઞાન કહેવાય છે. પૂર્વાપરવાક્યર્થના જણાતા વિરોધને દૂર કરવાના જ્ઞાનને મહાવાક્યર્થ જ્ઞાન કહેવાય છે અને તે તે વાક્યના તાત્પર્યાર્થના જ્ઞાનને ઐદંપર્યાર્થ જ્ઞાન કહેવાય છે. હિંસ્થા... ઇત્યાદિ વાક્યનાં પદોનો નિષેધ વગેરે જે અર્થ છે તેના જ્ઞાનને પદાર્થજ્ઞાન કહેવાય છે. હિંસા નહીં કરવી જોઇએ.. ઇત્યાદિ આકાર (સ્વરૂપ) વાયાર્થજ્ઞાન કહેવાય છે. હિંસા નહિ કરવી; તો વિહારાદિ વખતે નદી ઊતરવાદિનું વિધાન કઈ રીતે શક્ય બને? અર્થાત્ ન બને; તેથી અપવાદસ્વરૂપે મમત્વાદિ દોષના પરિવાર માટે નદી ઊતરવાદિ વખતે હિંસા થવા છતાં દોષ નથી. ઉત્સર્ગથી હિંસા કરવી ના જોઈએ. પરંતુ આપવાદિક હિંસા, દોષનું કારણ બનતી નથી. તેને પણ દોષનું કારણ માની લેવામાં આવે તો મમત્વાદિ ઉત્કટ દોષોનો પરિહાર શક્ય નહિ બને. આવા પ્રકારના જ્ઞાનને મહાવાક્યર્થજ્ઞાન કહેવાય છે. અને “અંતે તો ભગવાન શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા જ પ્રમાણ છે. તેની આરાધનામાં જ ધર્મ છે અને તેની વિરાધનામાં અધર્મ જ છે. અહિંસા કે હિંસામાં ધર્મ કે અધર્મ નથી' - આ પ્રમાણેના જ્ઞાનને ઐદંપર્યાર્થજ્ઞાન કહેવાય છે. આવી રીતે શાસ્ત્રના દરેકેદરેક વાક્યના ઔદમ્પર્ધાર્થને મુમુક્ષુ આત્માઓએ જાણી લેવો જોઈએ. શ્રુતજ્ઞાન વાક્યર્થના જ્ઞાન સ્વરૂપ છે. ચિંતાજ્ઞાન મહાવાક્યર્થના જ્ઞાન સ્વરૂપ છે; અને ભાવનાજ્ઞાન ઐદત્પર્યાર્થના જ્ઞાન સ્વરૂપ છે... ઇત્યાદિ વ્યવસ્થિત રીતે સમજી લેવું જોઇએ. પદાર્થજ્ઞાનનો ઉપર જણાવ્યા મુજબ વાક્યર્થજ્ઞાનમાં સમાવેશ કે અસમાવેશ કરી શ્રુતજ્ઞાનસ્વરૂપે પદાર્થજ્ઞાનને વર્ણવી શકાય છે અથવા નથી પણ વર્ણવાતું. ર-૧૧
હવે ચિંતામય જ્ઞાનનું સ્વરૂપ વર્ણવાય છે–
महावाक्यार्थजं सूक्ष्मयुक्त्या स्याद्वादसङ्गतम् । चिन्तामयं विसर्पि स्यात् तैलबिन्दुरिवाम्भसि ॥२-१२॥
- महेति-महावाक्यार्थेन वस्त्वाकाङ्क्षारूपेण जनितं । सूक्ष्मया सूक्ष्मबुद्धिगम्यया युक्त्या । स्याद्वादेन सप्तभङ्ग्यात्मकेन सङ्गतं ज्ञानम् । अम्भसि तैलबिन्दुरिव । विसर्पि प्रवर्धमानं चिन्तामयं स्यात् ।।२-१२।।
“મહાવાક્યાર્થથી ઉત્પન્ન થયેલું, સૂક્ષ્મ યુક્તિથી સ્યાદ્વાદસંગત અને પાણીમાં વિસ્તરતા તેલના બિંદુની જેમ વિસ્તરતું ચિંતામય જ્ઞાન છે - આ પ્રમાણે બારમા શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે વાક્યથી જેમ શ્રુતજ્ઞાન થાય છે તેમ ચિંતામયજ્ઞાન પણ તેનાથી થાય છે. વાક્યર્થજ્ઞાન પછી તે વાક્યથી અન્ય તે તે વાક્યના અર્થની સાથે પૂર્વવાWાર્થ સંગત કઈ રીતે થાય - આવી આકાંક્ષા-જિજ્ઞાસા હોય છે. તેથી ચિંતામયજ્ઞાન મહાવાક્યર્થસ્વરૂપ તે
એક પરિશીલન
૫૯
Page #63
--------------------------------------------------------------------------
________________
તે વસ્તુની આકાંક્ષાથી ઉત્પન્ન થતું હોય છે. કોઈ પણ પ્રાણીની હિંસા કરવી નહિ... ઇત્યાદિ વાક્યર્થને જાણ્યા પછી શ્રી જિનેશ્વરદેવોનાં મંદિર બંધાવવાં; નવકલ્પી વિહાર કરવા તેમ જ એક પગ પાણીમાં અને એક પગ બહાર ઊંચે અદ્ધર રાખીને નદી ઊતરવી... વગેરે કઈ રીતે શક્ય બને; એ બધાં વાક્યોનો અર્થ કઈ રીતે સંગત કરવો.. વગેરે જિજ્ઞાસા થાય છે. એ જિજ્ઞાસાસ્વરૂપ મહાવાક્યર્થના કારણે પૂર્વમાં થયેલું જ્ઞાન; સંબંધિત સકલ વાક્યર્થનું અવગાહન કરે છે. પાણીમાં પડેલું તેલનું બિંદુ જેમ બધે ફેલાય છે તેમ ચિંતાજ્ઞાન; અનેક વિષયોમાં વિસ્તરે છે. આ રીતે તે તે વાક્યાર્થસાપેક્ષ અર્થનો નિર્ણય સૂક્ષ્મયુક્તિપૂર્વક થાય છે. સૂક્ષ્મ એવી બુદ્ધિથી સમજી શકાય એવી યુક્તિને સૂક્ષ્મ યુક્તિ કહેવાય છે. તે તે અર્થનો, અનેકવિધ અપેક્ષાએ પૂર્વાપરના વિરોધને દૂર કરી જે નિર્ણય કરાય છે તે નિર્ણય સપ્તભંગી સ્વરૂપ સ્યાદ્વાદથી સંગત હોય છે.
સત્ત્વ-અસત્ત્વ; નિત્યત્વ-અનિત્યત્વ અને ભિન્નત્વ-અભિન્નત્વ... વગેરે ધર્મોનો તે તે અપેક્ષાએ એક જ ઘટાદિ વસ્તુમાં સ્વીકાર કરવો – તેને “સ્યાદ્વાદ' કહેવાય છે. પ્રમાણ અને નયવાક્યથી એવો સ્યાદ્વાદસંગત બોધ થતો હોય છે. વસ્તુના સમગ્ર સ્વરૂપને જણાવનારાં તે તે વાક્યોને પ્રમાણવાક્ય કહેવાય છે. અને વસ્તુના એક અંશને (અસમગ્ર સ્વરૂપને) જણાવનારાં વાક્યને નયવાક્ય કહેવાય છે. બંન્ને વાક્યોને આશ્રયીને સપ્તભંગી પ્રવર્તે છે. કોઈ પણ વસ્તુને જણાવવા માટેના વચનના પ્રકારને ભંગ કહેવાય છે. સ્થાન્તિ; ચન્નિતિ ચાતિ નાસ્તિ; ચાલવાવ્ય; અતિ વ્ય; ચાતિ સવઃ અને ચાતિ નતિ કવરવ્યઃ - આ પ્રમાણે સપ્તભંગી છે. આ પ્રમાણે સાત ભંગોને છોડીને અન્ય આઠમો ભંગ નથી. નય, પ્રમાણ અને સપ્તભંગીનું સ્વરૂપ વિસ્તારથી સમજવા માટે તેની જિજ્ઞાસાવાળાએ રત્નાકરાવતારિકા, જૈનતર્કભાષા વગેરે ગ્રંથોનું અધ્યયન કરી લેવું જોઇએ. 1ર-૧૨ ભાવનામય જ્ઞાનનું સ્વરૂપ જણાવાય છે
सर्वत्राज्ञापुरस्कारि ज्ञानं स्याद् भावनामयम् ।
अशुद्धजात्यरत्नाभासमं तात्पर्यवृत्तितः ॥२-१३॥ सर्वत्रेति-सर्वत्र महावाक्यनिर्णीतेऽर्थे । विपक्षशङ्कानिरासदाया॑य । आज्ञापुरस्कारि भगवदाज्ञाप्राधान्यद्योतकम् । तात्पर्यवृत्तितो जायमानं ज्ञानं भावनामयं स्याद् । अशुद्धजात्यरलस्य स्वभावत एव अन्यजीवरलेभ्योऽधिकज्ञानदीप्तिस्वभावस्य भव्यरूपस्य आभासमं कान्तितुल्यम् । एकस्य वाक्यस्य कथं श्रुतादयो व्यापारा इति परप्रत्यवस्थाने तु यथेन्द्रियस्य तव सविकल्पके जननीये सन्निकर्षादय इत्युत्तरमधिकमुपदेशरहस्ये विपश्चितमस्माभिः ॥२-१३।।
૬૦
દેશના બત્રીશી
Page #64
--------------------------------------------------------------------------
________________
“તાત્પર્યને આશ્રયીને દરેક સ્થાને ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા જ પ્રધાન છે - એ પ્રમાણેનું, અશુદ્ધ જાત્યરત્નની કાન્તિ જેવું જે જ્ઞાન છે; તેને ભાવનામયજ્ઞાન કહેવાય છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે મહાવાક્ય(વાક્યોનો સમુદાય)થી દ્રવ્યક્ષેત્ર-કાલાદિની અપેક્ષાએ તેમ જ ઉત્સગદિની અપેક્ષાએ જે અર્થનો નિર્ણય થાય છે તે બધાં સ્થાને અંતે એક જ તાત્પર્ય છે કે ભગવાન શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા જે પ્રમાણે છે તેમ કરવું. ભગવાનની આજ્ઞા હોય તો કરવું, ભગવાન નિષેધ કરતા હોય તો ન કરવું. કારણ કે ભગવાનની આજ્ઞામાં જ ધર્મ છે, અન્યથા અધર્મ છે. આવી રીતે દરેક પ્રવૃત્તિ-નિવૃત્તિપ્રસંગે આજ્ઞાને આગળ કરનારું અર્થાત્ આશાની પ્રધાનતાને જણાવનારું જે જ્ઞાન થાય છે; તેને ભાવનામય જ્ઞાન તરીકે વર્ણવ્યું છે. આ જ્ઞાનથી વિપક્ષની શંકાનું નિરાકરણ થવાથી પ્રવૃત્તિનિવૃત્તિમાં દઢતા આવે છે.
કહેવાનો આશય એ છે કે કોઇની પણ હિંસા કરવી નહિ એ સમજયા પછી શ્રી જિનમંદિરાદિના નિર્માણકાર્યથી અને નદી ઊતરવાદિની પ્રવૃત્તિથી જે હિંસા થાય છે તેના કારણે પૂર્વે જાણેલી વાતનો વિરોધ આવે છે. તેને દૂર કરવા માટે વિચારવાથી એ સમજાય છે કે શ્રી જિનાલયાદિના નિર્માણ આદિમાં સ્વરૂપહિંસા છે, અનુબંધહિંસા નથી. શ્રી વીતરાગપરમાત્માએ અનુબંધહિંસાનો નિષેધ કર્યો છે, સ્વરૂપહિંસાનો નહિ. તેથી કોઇ વિરોધ નથી. આવું સમજાયા પછી પણ અનુબંધહિંસાસ્થળે અને સ્વરૂપહિંસાસ્થળે હિંસા તો થાય છે જ, તો એક સ્થળે દોષ અને બીજા સ્થળે દોષનો અભાવ કઈ રીતે મનાય? આવા પ્રકારની વિપક્ષ(વિરોધ)ની શંકા થતી હોવાથી હિંસાની નિવૃત્તિમાં અને શ્રી જિનાલયાદિના નિર્માણાદિમાં દઢતા રહેતી નથી. આવા સમયે ભાવનામયજ્ઞાનથી ભગવાનની આજ્ઞાનું પ્રાધાન્ય બરાબર જણાય છે. તેથી તે સમજે છે કે ભગવાન જેની ના પાડે તે નહીં કરવાનું અને ભગવાન જેની આજ્ઞા(વિધાન) આપે તે કરવાનું. આ સમજણથી મુમુક્ષુઓને પ્રવૃત્તિ-નિવૃત્તિ પ્રત્યે ખૂબ જ દઢતા પ્રાપ્ત થાય છે, જે; માર્ગમાં સ્થિરતા અને ધીરતા પ્રત્યે અનિવાર્ય છે.
આવી રીતે સર્વત્ર મહાવાક્યથી નિર્ણય કરેલા અર્થમાં વિધિ કે નિષેધનું તાત્પર્ય ભગવાનની આજ્ઞા જ છે. દરેક અર્થના તાત્પર્યને જણાવનારું ભાવનામય જ્ઞાન છે. આ જ્ઞાન જેને પ્રાપ્ત થયું હોય તે જીવનું સ્વરૂપ અન્ય જીવો કરતાં અધિક દેદીપ્યમાન હોય છે. ખાણમાં પડેલા જાત્યરત્નની પ્રભા; તે અશુદ્ધ (અસંસ્કૃત) હોવા છતાં બીજાં રત્નોની કાન્તિની અપેક્ષાએ જેમ અધિક હોય છે તેમ ભાવનામયજ્ઞાનવાળા ભવ્ય આત્માની પ્રભા; અન્ય જીવરત્નની પ્રભા કરતાં અધિક હોય છે. તેથી આ ભાવનામય જ્ઞાનને અશુદ્ધ જાત્યરત્નની આભા સમાન વર્ણવ્યું છે. ભાવનાજ્ઞાનવાળા કેવલજ્ઞાની નથી; તેથી શુદ્ધ નથી. પરંતુ અન્યજીવોની અપેક્ષાએ તે ભવ્યાત્માઓના જ્ઞાનની આભા અધિક હોય છે.
એક પરિશીલન
Page #65
--------------------------------------------------------------------------
________________
“ર હિંસાત્ સર્વભૂતાનિ... ઈત્યાદિ એક વાક્યથી શ્રુત, ચિંતા અને ભાવના સ્વરૂપ વ્યાપાર કઈ રીતે સંગત થાય? કારણ કે એક વાક્યથી એક શ્રુત (શ્રુતજ્ઞાનના કારણભૂત) સ્વરૂપ વ્યાપાર થઈ જાય તો તેનાથી બીજો વ્યાપાર થઈ શકશે નહિ.” - આ પ્રમાણે નૈયાયિક શંકા કરે તો તેમને જણાવવું કે તમારા પોતાના મતમાં નીતો થ: (ઘટ નીલરૂપાશ્રય છે)... ઈત્યાદિ એક જ જ્ઞાનમાં ચક્ષુસ્વરૂપ એક જ ઇન્દ્રિયના સંયોગ, સંયુક્ત સમવાય અને સંયુક્તસમવેતસમવાય... ઇત્યાદિ અનેક સમિકર્ષ હોય છે. અને તેથી સવિકલ્પક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે - એ બધું જેમ તમે સંગત કરો છો તેમ એક વાક્યના કૃતાદિ વ્યાપાર પણ સંગત કરી લેવા. આથી વિશેષ આ વિષયમાં ગ્રંથકારશ્રીએ “શ્રી ઉપદેશરહસ્ય'માં જણાવ્યું છે. જિજ્ઞાસુઓએ તે ગ્રંથનું અવલોકન કરવું જોઇએ. ર-૧૩ શ્રુતમય અને ચિંતામય જ્ઞાન દરમ્યાન જે અવસ્થાવિશેષ હોય છે; તે જણાવાય છે–
आद्येऽविरुद्धार्थतया मनाक स्याद् दर्शनग्रहः ।
द्वितीये बुद्धिमाध्यस्थ्यचिन्तायोगात् कदाऽपि न ॥२-१४॥ आद्य इति-आधे श्रुतमये ज्ञाने सति । मनाग् ईषद् । अविरुद्धार्थतया स्वाभिमतस्य दर्शनग्रहो भवति, अस्मदीयं दर्शनं शोभनं नान्यदित्येवंरूपः । द्वितीये चिन्तामये ज्ञाने सति । बुद्धेर्नयप्रमाणाधिगमरूपाया माध्यस्थ्येन स्वपरतन्त्रोक्तस्य न्यायबलायातस्यार्थस्य समर्थनसामर्थ्याविशेषरूपेण चिन्तायोगात् कदापि न स्यादर्शनग्रहः । अत एवान्यत्राप्यविसंवादिनोऽर्थस्य दृष्टिवादमूलकत्वात्तन्निराकरणे दृष्टिवादस्यैव तत्त्वतो निराकरणमिति व्यक्तमुपदेशपदे ।।२-१४।।
“શ્રુતમય જ્ઞાન હોતે છતે અવિરુદ્ધ (સર્વસંમત) અર્થના કારણે થોડો પોતાના દર્શનનો આગ્રહ થાય છે. ચિંતામય જ્ઞાન હોય ત્યારે બુદ્ધિની મધ્યસ્થતાથી અર્થની વિચારણાના કારણે ક્યારે પણ પોતાના દર્શનનો ગ્રહ થતો નથી.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ સર્વ શાસ્ત્રનો અવિરોધી એવો જે અર્થ છે (હિંસા કરવી નહિ.. વગેરે) તેને જણાવનારા વાક્યથી શ્રુતજ્ઞાન થાય છે. એ વખતે શ્રુતજ્ઞાનવાળાને અર્થનો વિરોધ જણાતો ન હોવાથી; “બધાં શાસ્ત્રો પોતાની માન્યતાનું જ નિરૂપણ કરે છે; તેથી પોતાનું દર્શન સારું છે બીજાનું નહિ' - આવી જાતનો પોતાના દર્શન પ્રત્યે થોડો આગ્રહ થાય છે. વિશેષ જ્ઞાન ન હોવાથી થયેલો એ આગ્રહ કદાગ્રહસ્વરૂપ ન હોવાથી અલ્પ છે. અન્યથા એને ઉત્કટ કહ્યો હોત. માત્ર શ્રુતજ્ઞાનના કારણે જીવને એમ લાગે છે કે પોતાનું જ દર્શન સારું છે. પૂ. ગુરુદેવશ્રીની પરમતારક દેશનાના શ્રવણથી વાસ્તવિકતાનું જ્ઞાન થવાથી એ આગ્રહ નાશ પામે છે.
બીજું ચિંતામયજ્ઞાન થયે છતે નય અને પ્રમાણથી પ્રાપ્ત થયેલા જ્ઞાનના માધ્યશ્મના કારણે ક્યારે પણ ઉપર જણાવ્યા મુજબ પોતાના દર્શન સંબંધી થોડો પણ આગ્રહ થતો નથી. નય અને
દેશના બત્રીશી
૬૨
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્રમાણના અધિગમથી જેમ સ્વદર્શનમાં જણાવેલા અર્થની વાસ્તવિકતાનું સમર્થન કરી શકાય છે તેમ પરદર્શનમાં જણાવેલા અર્થની પણ યથાસંભવ વાસ્તવિકતાનું સમર્થન કરી શકાય છે. આવા પ્રકારના સમાન(તુલ્ય) સામર્થ્યને માધ્યચ્ય કહેવાય છે. માત્ર સ્વદર્શનમાં જણાવ્યું છે માટે સારું છે અને પરદર્શનમાં જણાવ્યું છે માટે ખોટું છે - એમ સમજીને સ્વ-પરદર્શનમાં જણાવેલા અર્થનું સમર્થન કે નિરાકરણ કરવું, તે માધ્યસ્થ નથી. વસ્તુની વાસ્તવિકતા અને અવાસ્તવિકતાને જોઇને તેનું સમર્થન કે નિરાકરણ કરવામાં માધ્યચ્યું છે. આવું સામર્થ્ય નય અને પ્રમાણના અધિગમથી સ્વપરદર્શનમાં જણાવેલા પદાર્થના વિષયમાં એકસરખું હોય છે. બધાને સરખા માનવા અથવા એ વિષયમાં તદન મૌન સેવવું - એ માધ્યચ્યું નથી. જેમાં જેટલી વાસ્તવિકતા છે તેમાં તેનું પક્ષપાત વિના સમર્થન કરવાનું જે સામર્થ્ય છે; તે માધ્યચ્યું છે. નય અને પ્રમાણની અપેક્ષાએ કરાતી વિચારણાના કારણે એ માધ્યચ્ય પ્રાપ્ત થાય છે. તેના યોગે આત્માને સ્વદર્શન પ્રત્યે થોડો પણ આગ્રહ થતો નથી. પોતાના એ સામર્થ્યથી પરદર્શનમાં વર્ણવેલી વસ્તુની વાસ્તવિકતાનું સમર્થન, જેટલા પણ અંશે શક્ય હોય તેટલા અંશમાં ચિંતાજ્ઞાન વખતે કરી લેવાય છે. પરદર્શનની વાત છે માટે તેનું નિરાકરણ કરવું એવું ચિંતામયજ્ઞાન વખતે બનતું નથી. આથી જ “ઉપદેશપદમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે પરદર્શનમાં પણ અવિસંવાદી જે અર્થ જણાય છે તે દૃષ્ટિવાદમૂલક હોવાથી તેનું નિરાકરણ કરવાથી ખરી રીતે દષ્ટિવાદનું જ નિરાકરણ થાય છે. આશય એ છે કે- સર્વદર્શનોનું (પ્રવાદોનું) મૂળ દષ્ટિવાદ છે. જૈનદર્શનની સાથે અવિસંવાદી એવો જે કોઇ અર્થ અન્યદર્શનમાં જણાય છે તે દષ્ટિવાદમાંથી આવેલો છે. આમ છતાં તે અન્યદર્શનમાં હોવાથી તેનું નિરાકરણ કરાય તો ખરી રીતે તેથી દષ્ટિવાદનું જ નિરાકરણ થાય છે, જે મુમુક્ષુઓ માટે યોગ્ય નથી.
અહીં યાદ રાખવું જોઇએ કે અન્યદર્શનમાં જે વિસંવાદી અર્થ છે, તેનું નિરાકરણ કરવામાં કોઈ દોષ નથી. જે કોઈ દોષ છે તે ત્યાં છે કે જ્યાં અવિસંવાદી અર્થ હોવા છતાં માત્ર અન્યદર્શનનો હોવા માત્રથી તેનું નિરાકરણ કરવામાં આવે છે. અર્થના નિરાકરણનો હેતુ તેની વિસંવાદિતા હોવો જોઈએ, તે પરદર્શનોક્ત છે તેથી તે નિરાકાર્ય નથી. અર્થની નિરાકાર્યતા તેની વિસંવાદિતાના કારણે છે. ર-૧૪ો. ભાવનામયજ્ઞાનની અવસ્થાવિશેષ જણાવાય છે–
सर्वत्रैव हिता वृत्तिः समापत्त्यानुरूपया ।
ज्ञाने सञ्जीविनीचारज्ञातेन चरमे स्मृता ॥२-१५॥ सर्वत्रेति-सर्वत्रैव भव्यसमुदाये । हिता हितकारिणी । वृत्तिः प्रवृत्तिः । समापत्त्या सर्वानुग्रहपरिणत्या । अनुरूपया उचितया । सञ्जीविनीचारज्ञातेन चरमे ज्ञाने भावनामये स्मृता । अत्रायं भावार्थो वृद्धैरुप
એક પરિશીલન
Page #67
--------------------------------------------------------------------------
________________
दिश्यते--यथा किल कयाचित् स्त्रिया कृत्रिमगवीकृतस्य स्वपत्युर्वटवृक्षाधःस्थितया विद्याधरीवचनेनोपलब्धस्वभावलाभोपायभावं सञ्जीविनीसद्धावं तत्र विशिष्याजानानया तत्प्रदेशवर्तिनी सर्वैव चारिस्तस्य चारिता अनुषङ्गतः सञ्जीविन्युपभोगाच्च स पुरुषः संवृत्त इति । एवं सर्वत्रैव कृपापरं भावनाज्ञानं भवति, हितं तु योग्यतानियतसम्भवमिति ।।२-१५।।
છેલ્લે ભાવનામયજ્ઞાન હોતે છતે બધે સ્થાને ઉચિત અનુગ્રહ કરવાના પરિણામના કારણે સંજીવિનીયુક્ત ચારો ચરાવવાના દષ્ટાંતથી હિતકારિણી પ્રવૃત્તિ થાય છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ સર્વશાસ્ત્રનાં વાક્યોના તાત્પર્યને આશ્રયીને ભાવનામયજ્ઞાનમાં શ્રી વિતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાનું જ પ્રાધાન્ય સમજાય છે. આ અસાર સંસારમાંથી મુક્ત બનાવનારી એકમાત્ર એ પરમતારક આજ્ઞાની જ આરાધના છે. “દરેક ભવ્યાત્માઓને એનો યોગ થાય તો તેઓ બધા આ અસાર સંસારથી મુક્ત બની શકે” આવા પ્રકારની અનુગ્રહની પરિણતિ સ્વરૂપ (તે તે જીવોને) ઉચિત એવી સમાપત્તિથી ભાવનામય જ્ઞાન વખતે જે કોઈ પ્રવૃત્તિ થાય છે તે હિતકારિણી જ બને છે. દેખીતી રીતે તે હિતકારિણી ન દેખાય તોપણ અંતે (પરિણામે) તે હિતને કરનારી બને છે. એ સમજાવવા માટે અહીં સજીવિનીચારનું દષ્ટાંત જણાવ્યું છે. તેનો આશય વૃદ્ધ પુરુષો નીચે જણાવ્યા મુજબ વર્ણવે છે.
કોઇ એક સ્ત્રી હતી. પોતાના પતિને વશ કરવા તેણીએ કોઈ પરિવ્રાજિકાએ દર્શાવેલા ઉપાય વડે બળદ બનાવ્યો. પછી બહુ જ દુઃખ થયું. તે કૃત્રિમ બળદને તે સ્ત્રી દરરોજ ચરવા માટે લઈ જાય છે. એક વાર વડના વૃક્ષ નીચે બેસેલી તે સ્ત્રીએ વિદ્યાધરીના વચનથી બળદને પુરુષ બનાવવાના ઉપાય તરીકે સંજીવિનીને જાણી. પરંતુ સંજીવિની વિશેષને જાણતી ન હોવાથી તે સ્ત્રીએ તે વડના વૃક્ષની નીચેનો બધો જ ચારો બળદને ચરાવ્યો. કાલાંતરે તે બળદને ચારાની સાથે સંજીવિની ચરવામાં આવી. અને તેથી બળદ પાછો પુરુષ થયો. અહીં ચારો ચરાવવાની પ્રવૃત્તિ પરિણામે જેમ હિતકારિણી બની તેમ ભાવનામય જ્ઞાન સર્વત્ર કૃપાપરાયણ હોય છે. સામી વ્યક્તિનું તેથી હિત થાય જ એવો એકાંતે નિયમ નથી. કારણ કે હિત તો તેની યોગ્યતા મુજબ થતું હોય છે. યોગ્યતા સિદ્ધિમાત્રનું પ્રધાન કારણ છે. અયોગ્યને કોઈ પણ કાર્યની પ્રત્યે અધિકાર નથી.
(આ શ્લોકના ભાવાનુવાદ વખતે ત્રિશાસ્ત્રિશિક્ષા મા.9; (પ્રકાશક: દિવ્યદર્શન ટ્રસ્ટધોળકા) આ પુસ્તકમાં “સ્વસિદ્ધાંત સર્વદર્શનોના સમૂહ રૂપ છે આવી બુદ્ધિની થયેલી વ્યુત્પત્તિના પ્રભાવે અન્યદર્શનમાં રહેલા જીવો પર પણ અનુગ્રહ કરવાની પરિણતિ ઊભી થાય છે... વગેરે જે જણાવ્યું છે, તે વિચારણીય છે.) ર-૧૫ll
૬૪
દેશના બત્રીશી
Page #68
--------------------------------------------------------------------------
________________
एतस्यैव फलमभिष्टौतिભાવનાજ્ઞાનના જ ફળનો પ્રભાવ જણાવાય છે–
एतेनैवोपवासादेवैयावृत्त्यादिधातिनः ।
नित्यत्वमेकभक्तादे जानन्ति बलवत्तया ॥२-१६॥ एतेनेति-एतेनैव भावनाज्ञानेनैव । उपवासादेवैयावृत्त्यादिबलवद्गुणघातिनः सकाशात् । बलवत्तया नित्यत्वं सार्वदिकत्वम् “अहो णिच्चं तवोकम्म” इत्याद्यागमप्रसिद्धमेकभक्तादेर्जानन्ति निश्चिन्वन्ति उपदेशपदादिकर्तारः । अन्यथा हि यथाश्रुतार्थमात्रग्राही एकभक्तापेक्षयोपवासादेरेव बलवत्त्वश्रयणात् पूर्वापरविरोधोद्भावनेनैव म्रियेतेति भावः । विस्तरस्तूपदेशरहस्ये ॥२-१६।।
“વૈયાવૃત્યાદિગુણનો નાશ કરનારા ઉપવાસાદિની અપેક્ષાએ નિત્ય એકાશનાદિને આ ભાવનામય જ્ઞાનથી જ બલવત્ તરીકે શાસ્ત્રકારો જાણે છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સામાન્ય રીતે શ્રી દશવૈકાલિકાદિમાં ફરમાવ્યું છે કે સંયમના અનુપાલનનો વિરોધ ન આવે તે રીતે દેહના પાલન માટે નિત્ય એકાશન - આ તપ શ્રેષ્ઠ છે. તેમ જ એકાશન કરતાં ઉપવાસાદિ શ્રેષ્ઠ છે – એમ પણ શાસ્ત્રમાં જણાવ્યું છે. તો એ બે કઈ રીતે સંગત થાય? આ પ્રમાણેની જિજ્ઞાસામાં ભાવનાજ્ઞાનથી મુમુક્ષુ આત્માને સમજાય છે કે ઉપવાસાદિ તપ કર્યા પછી પ્રબળ એવા વૈયાવૃજ્ય, સ્વાધ્યાય, વિહાર અને પ્રતિલેખનાદિ વિહિત ક્રિયાઓ વગેરે ગુણોનો નાશ થતો હોય તો; આવા ઉપવાસાદિ તપ કરતાં એવા ગુણોની પ્રાપ્તિ કે રક્ષા માટે કારણભૂત નિત્ય એકાશન શ્રેષ્ઠ છે. ભાવનાજ્ઞાનથી જ એ સમજી શકાય છે. ભાવનાજ્ઞાન ન હોય તો આ રીતે સમજી નહિ શકાય.
ઉપર જણાવ્યા મુજબ ભાવનાજ્ઞાનથી જ; બલવાન એવા વૈયાવૃજ્યાદિગુણની હાનિ કરનારા ઉપવાસાદિ તપ કરતાં કરી ચિંતવનું ઇત્યાદિ આગમપ્રસિદ્ધ નિત્ય એકાશનાદિ તપ શ્રેષ્ઠ-બલવાન છે. - આ પ્રમાણે શ્રી ઉપદેશપદાદિના કર્તા શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા નિશ્ચિત કરે છે. અન્યથા આ ભાવનાજ્ઞાન ન હોય તો યથાશ્રુતાર્થમાત્રને ગ્રહણ કરનાર, એકાશન કરતાં ઉપવાસ જ બલવાન છે - એમ સમજીને પૂર્વાપરવાક્યના વિરોધનું ઉલ્કાવન કરવામાં જ પોતાનું જીવન પૂર્ણ કરશે. વિસ્તારથી આ બધું સમજવાની ભાવના જેમને હોય તેમણે ઉપદેશરહસ્યનું અવલોકન કરવું જોઇએ.
હત્રિરાશિવા' મા-૭ (પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ-ધોળકા) આ પુસ્તકમાં આ શ્લોકની (૨-૧૦ની) ટિપ્પણીમાં તેના ભાવાનુવાદકારે જે જણાવ્યું છે તે તદન વિચિત્ર છે. એનો ખ્યાલ આવે-એ માટે એ અંગે “શ્રી જિનશાસનની મોસૈકલક્ષિતામાં થોડું જણાવ્યું હતું. તે અહીં પણ જણાવવાનું આવશ્યક હોવાથી નીચે જણાવ્યું છે.
એક પરિશીલન
હ૫
Page #69
--------------------------------------------------------------------------
________________
દેશનાદ્વાત્રિશિકાના ભાવાનુવાદકારે ભાવનાજ્ઞાનનું સ્વરૂપ સમજાવતી વખતે... “ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ – આવા મતલબના શાસ્ત્રવચન પરથી ભાવનામયજ્ઞાન સુધી ન પહોંચનાર ને માત્ર પદાર્થજ્ઞાનનો જ્ઞાતા બનેલો કહેવાતો વિદ્વાન આટલો બોધ કરી લે છે કે, ધર્મનું પ્રયોજન મોક્ષ જ હોવું જોઇએ? પણ પછી જ્યારે અર્થશામમિત્તાવિર થર્ષે ઈતિતવ્યમ્ આવું શાસ્ત્રવચન એની સામે ઉપસ્થિત થાય છે ત્યારે એ ભાવનામયજ્ઞાનને પામેલો ન હોવાથી આટલો સરળ વિષયવિભાગ કરી શકતો નથી કે ધર્મનું પ્રયોજન બતાડવાના અધિકારમાં તેમ જ આશયશુદ્ધિ અંગેના અધિકારમાં, “ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ એવું વિધાન આવેલું છે, જ્યારે “અર્થકામ માટે શું કરવું એવી જિજ્ઞાસાના અધિકારમાં એનો નિરવદ્ય ઉપાય દર્શાવવા માટે તેમ જ પાપક્રિયાઓમાંથી જીવને બહાર કાઢી વધુ ને વધુ ધર્મક્રિયાઓ તરફ વાળવાના અભિપ્રાયથી “અર્થકામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ' ઇત્યાદિ વિધાન આવેલું છે. માટે આમાં કોઈ વાસ્તવિક વિરોધ નથી”... ઇત્યાદિ જણાવ્યું છે.
આ અંગે જણાવવાનું કે - દેશનાલાત્રિશિકાના સોળમા શ્લોકની ટિપ્પણીમાં અનુવાદકારે જણાવેલી વિગત તદ્દન ખોટી છે. ઉપર જણાવ્યા મુજબના એવા કોઈ અધિકાર શાસ્ત્રકારશ્રીએ પાડ્યા નથી અને તેથી વિષયવિભાગ કરવાની પણ આવશ્યકતા નથી. એ માટે ભાવનાજ્ઞાનનો ઉપયોગ કરવાની જરૂર નથી. શાસ્ત્રકાર પરમર્ષિઓની વાતને સમજવા માટે ભાવનાજ્ઞાનની આવશ્યકતા છે. વાતને વિકૃત સ્વરૂપે જણાવવા માટે ભાવનાજ્ઞાનનો ઉપદેશ નથી. મોક્ષ માટે જ ધર્મ કરવો જોઇએ અને અર્થકામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ - આવા ભાવને સ્પષ્ટપણે જણાવનારાં તે તે વાક્યોમાં કોઈ જ વિરોધ નથી. ધર્મના મુખ્ય ફળને દર્શાવનારાં અને ધર્મના આનુષંગિક ફળને દર્શાવનારાં તે તે વાક્યોમાં પરસ્પર કોઈ જ વિરોધ નથી. એક વસ્તુના તે તે સહકારી કારણવિશેષના સંબંધથી જુદાં જુદાં ફળ હોય – એ સમજી શકાય છે. ખેતી કરવાના કારણે અનાજ પ્રાપ્ત થાય છે અને ઘાસ પણ પ્રાપ્ત થાય છે. એમાં કોઈ જ વિરોધ નથી. વિવાદ એમાં જ છે કે અનાજ માટે ખેતી કરે છે કે ઘાસ માટે ખેતી કરે છે? અનાજ માટે ખેતી કરાય કે ઘાસ માટે ખેતી કરાય? સંસારનાં પૌદ્ગલિક સુખોને તૃણથી પણ તુચ્છ કોટિનાં વર્ણવવાનું કાર્ય શાસ્ત્રકારોએ કર્યું છે કે નહિ? આનુષંગિક ફળને ઉદ્દેશીને પ્રવૃત્તિ હોય કે મુખ્ય ફળની ઇચ્છાએ પ્રવૃત્તિ હોય? ધર્મથી મોક્ષ મળે છે અને પૌદ્ગલિક સુખો પણ મળે છે. એમાં કોઈ જ વિરોધ નથી. પરંતુ ધર્મથી શું મેળવવું; મુખ્ય ફળ મોક્ષ કે આનુષંગિક ફળ પૌદ્ગલિક સુખો - એ માટે વિવેકની જરૂર છે, જે ભાવનાજ્ઞાનથી જ મળી શકે છે. ભાવનાજ્ઞાન વિનાના વિવેકહીન બને છે. માત્ર પદાર્થાનથી સૂત્રના અર્થમાં ગોટાળા કેવા કરે છે - એ દેશના-દ્વાáિશિકાના શ્લો.નં.૧૬ની ટિપ્પણી જોવાથી બરાબર સમજી શકાશે.
દેશના બત્રીશી
Page #70
--------------------------------------------------------------------------
________________
દેશનાઢાત્રિશિકાના શ્લોક નં.૧૬ માં જ ભાવનાજ્ઞાનની ઉપયોગિતાને સમજાવતાં મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ ફરમાવ્યું છે કે બલવત્ એવા વૈયાવચ્ચ વગેરે ગુણનો ઘાત (હાનિ) કરનારા ઉપવાસ કરતાં શ્રી દશવૈકાલિકસૂત્રમાં જણાવ્યા મુજબનાં નિત્ય એકાશન શ્રેષ્ઠ છે - આ પ્રમાણે ભાવનાજ્ઞાનથી જ પૂ. સાધુભગવંતો સમજી શકે છે, અન્યથા ભાવનાજ્ઞાનને પામ્યા વિનાના પદાર્થમાત્રના જ્ઞાતાઓ તો નિત્ય એકાશન કરતાં વૈયાવૃત્યાદિ બલવદ્ ગુણના ઘાતક પણ ઉપવાસને શ્રેષ્ઠ સમજે છે. આથી સમજી શકાશે કે – દેશનાદ્વાત્રિશિકાના સોળમા શ્લોકમાં જે જણાવ્યું છે અને તેના વિવરણકારે ટિપ્પણીમાં જે જણાવ્યું છે - એ બેના આશયમાં ઘણું અંતર છે. એનું કારણ વિવરણકારનું અજ્ઞાન નથી; પરંતુ બીજા જ કોઈ કદાગ્રહ વગેરે છે - એ સ્પષ્ટ છે... ખેર ! એની સાથે આપણને કોઈ જ નિસબત નથી. ર-૧૬
ભાવનાજ્ઞાનથી જેમ ઈષ્ટની સિદ્ધિ થાય છે તેમ તેના અભાવમાં અનિષ્ટની પ્રાપ્તિ થાય છે, તે જણાવાય છે–
विनैतन्नूनमज्ञेषु धर्मधीरपि न श्रिये ।
गृहीतग्लानभैषज्यप्रदानाभिग्रहेष्विव ॥२-१७॥ विनेति-एतद्भावनाज्ञानं विना । नूनं निश्चितं । धर्मधीरपि धर्मबुद्धिरपि । न श्रिये चारित्रलक्ष्म्यै प्रभवति । गृहीतो ग्लानभेषज्यप्रदानस्य अभिग्रहो ग्लानाय मया भैषज्यं दातव्यमित्येवंरूपो यैस्तेषु इव अज्ञेषु पूर्वापरानुसन्धानविकलेषु ।।२-१७।।
ભાવનાજ્ઞાનનો અભાવ હોય તો ગ્લાનને ઔષધ આપવાના અભિગ્રહવાળા સાધુઓની જેમ અજ્ઞ(અજ્ઞાની) માણસોને વિશે ચોક્કસ જ ધર્મબુદ્ધિ પણ કલ્યાણકારિણી થતી નથી.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે “મારે ગ્લાનને ઔષધ આપવું જોઈએ- આવા પ્રકારનો અભિગ્રહ ચાતુર્માસ દરમ્યાન કેટલાક સાધુભગવંતોએ ગ્રહણ કર્યો હતો. આ રીતનો અભિગ્રહ ધારણ કરવાની તેમની બુદ્ધિ ધર્મવિષયક(ધર્મની) હોવા છતાં તેમને ભાવનાજ્ઞાન ન હોવાથી એ બુદ્ધિ તેમના માટે જેમ કલ્યાણકારિણી ન બની તેમ ભાવનાજ્ઞાન વિના ધર્મબુદ્ધિ પણ કલ્યાણકારિણી થતી નથી. ર-૧ળા.
અભિગ્રહ ધારણ (દવા આપવાનો અભિગ્રહ ધારણ) કરવાની ધર્મબુદ્ધિ પણ કલ્યાણકારિણી કેમ ના બની તે સ્પષ્ટપણે જણાવાય છે–
तेषां तथाविधाप्राप्तौ स्वाधन्यत्वविभाविनाम् । चित्तं हि तत्त्वतः साधुग्लानभावाभिसन्धिमत् ॥२-१८॥
એક પરિશીલન
Page #71
--------------------------------------------------------------------------
________________
तेषामिति-तेषां गृहीतोक्ताभिग्रहाणां । तथाविधस्य ग्लानस्याप्राप्तौ । स्वाधन्यत्वविभाविनाम् 'अहोऽहमधन्यो न सिद्धं मे वाञ्छितम्” इत्येवमालोचनपराणां । चित्तं हि यतः । तत्त्वतोऽभिग्रहविषयाप्राप्तौं शोकगमनलक्षणादावात् । साधूनां ग्लानभावेऽभिसन्धिमदभिप्रायान्वितं भवति । भावनान्वितश्च नैवं प्रतिजानीते । यतः परैरप्येवमिष्यते । यदाह तारावाप्तौ रामं प्रति सुग्रीवः–“अङ्गेष्वेव जरां यातु यत्त्वयोपकृतं मम । नरः प्रत्युपकाराय विपत्सु लभते फलम् ।।१।।” इति । एवं दानदीक्षादिकमपि भावनां विना स्थूलबुद्ध्या न श्रिये, किं त्वनर्थकृदेव । यदुक्तमष्टके-“एवं विरुद्धदानादौ हीनोत्तमगतेः सदा । પ્રવન્યવિવિઘાને શાસ્ત્રોન્યાયાધતે છા રૂતિ ||ર-૧૮
“ગ્લાનને ઔષધ પ્રદાન કરવાનો અભિગ્રહ જેમણે ધારણ કર્યો છે તેમને ગ્લાન મહાત્માઓની પ્રાપ્તિ નહિ થવાથી પોતાની જાતને તેઓ અધન્ય માનવા લાગ્યા. તેથી તત્ત્વથી (ભાવથી) તેઓનું ચિત્ત, “સાધુભગવંતો માંદા થયા હોત તો સારું !' આવા અભિપ્રાયવાળું છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે જેઓએ ઉપર જણાવ્યા મુજબ અભિગ્રહ ધારણ કર્યો. પરંતુ સદ્ભાગ્યે એ વખતે કોઇ જ મહાત્મા માંદા ન પડ્યા. ત્યારે અભિગ્રહધારી આ મહાત્માને એમ થયું કે “અહો ! હું અધન્ય છું; મારું અભીષ્ટ સિદ્ધ ન થયું.” - આ પ્રમાણે વિચારનારા એ મહાત્માઓનું ચિત્ત અભિગ્રહનો વિષય (બીમાર સાધુમહાત્મા) ન મળવાથી શોકાતુર બન્યું. આથી તત્ત્વદૃષ્ટિએ તો એ ચિત્ત; પૂ. સાધુભગવંતો માંદા પડે તો સારુંઆવી ભાવનાવાળું છે. આવી ભાવના કોઈ પણ રીતે કલ્યાણકારિણી નથી. જેને ભાવનાજ્ઞાન છે તે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરતા નથી. તેઓ પ્રતિજ્ઞાનો પરમાર્થ સમજતા હોવાથી કોઈ બીમાર પડશે તો તેમને દવા લાવી આપવાની પ્રતિજ્ઞા કરે છે. પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થાય - એ માટે પૂ. સાધુભગવંતોની બીમારીને તેઓ ઇચ્છતા નથી.
આથી જ અન્યદર્શનકારોએ પણ એ પ્રમાણે માન્યું છે. શ્રી રામચંદ્રજી દ્વારા સુગ્રીવને તારાની પ્રાપ્તિ થઈ ત્યારે સુગ્રીવે શ્રી રામચંદ્રજી પ્રત્યે કહ્યું કે જે તમારા વડે મારી ઉપર તારાને પ્રાપ્ત કરાવીને ઉપકાર કરાયો છે તે ઉપકાર શરીરમાં જ વિલીન થાઓ. કારણ કે એ ઉપકાર રહેશે તો મારે પ્રત્યુપકાર કરવા આપશ્રીની વિપત્તિની રાહ જોવી પડશે. ઉપકારનું ફળ પ્રત્યુપકાર સામા માણસની વિપત્તિમાં જ મળતું હોય છે. તેથી ઉપકારનું અસ્તિત્વ જ ન રહે- એ સારું છે.
આવી જ રીતે ભાવનામય જ્ઞાનના અભાવમાં માત્ર સ્થૂલ બુદ્ધિથી કરાતાં દાન-દીક્ષાદિ કાર્યો પણ અનર્થને જ કરનારાં છે. કલ્યાણકારી નથી. તેથી જ આ વાત જણાવતાં શ્રી અષ્ટક પ્રકરણમાં જણાવ્યું છે કે સદાને માટે હીન પાત્રાદિને ઉત્તમ માનવાથી વિરુદ્ધકોટિનાં દાનાદિમાં તેમ જ શાસ્ત્ર જણાવેલી મર્યાદાથી વિપરીત રીતે દીક્ષાદિ આપવાથી ધર્મનો વ્યાઘાત જ થાય છે. આશય એ છે કે સામાન્ય રીતે સુપાત્રદાનાદિ કરતી વખતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવનો વિચાર
દેશના બત્રીશી
૬૮
Page #72
--------------------------------------------------------------------------
________________
કર્યા વિના અકથ્ય વસ્તુને વહોરાવવાથી તેમ જ અપાત્રને નિર્દોષ વહોરાવવાથી ધર્મ થતો નથી. પરંતુ ધર્મનો વ્યાઘાત થાય છે. ભાવનાજ્ઞાન ન હોવાથી, “દાન આપવું જોઇએ' એમ સમજીને પાત્ર કે કથ્ય વગેરેનો વિવેક કર્યા વિના કરાતાં દાનાદિથી ધર્મનો વ્યાઘાત થાય - એ સમજી શકાય છે. આવી જ રીતે શાસ્ત્રમાં યોગ્ય મુમુક્ષુને દીક્ષા કે દેશવિરતિ વગેરેનું પ્રદાન કરવા જણાવ્યું હોવા છતાં ભાવનાજ્ઞાનના અભાવે પૂર્વાપરનું અનુસંધાન કર્યા વિના ગમે તે રીતે દીક્ષા આપવાથી પણ ધર્મનો વ્યાઘાત થાય છે. જેટલા દિવસ પાળશે તેટલો તો લાભ છે ને – એમ સમજી ગમે તેને દીક્ષા આપવાનું કાર્ય ભાવનામય જ્ઞાનનું નથી. નાનામાં નાના કાર્યને, પરિણામે સારામાં સારા ફળને આપનારું બનાવવાનું કામ જો કોઈ કરતું હોય તો તે ભાવનામય જ્ઞાન કરે છે. તેના અભાવમાં મોટામાં મોટું કાર્ય પણ અનર્થનું જ કારણ બને છે. આ ભાવનાજ્ઞાનનું વર્ણન કરતી વખતે જ્ઞાત્રિશત્ તિિશ૦ મા.(પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ-ધોળકા) માં ભાવાનુવાદકારે જે જણાવ્યું છે, તેનું વિવેકપૂર્વક પરીક્ષણ કરવું જોઈએ. ઉન્માર્ગમાંથી માર્ગસ્થ બનાવનારું અને માર્ગમાંથી ઉન્માર્ગે જતાં અટકાવનારું આ ભાવનામય જ્ઞાન છે - આટલું યાદ રાખીને ભાવાનુવાદમાંની તે પુસ્તકમાંની વાતનો વિચાર કરવાથી અનુપપત્તિ જણાશે. ર-૧૮મા
इत्थं च भावनैव सर्वक्रियाजीवातुरिति निगमयति
આ રીતે ભાવના જ સર્વક્રિયાઓને ક્રિયા સ્વરૂપે રાખનારી છે; તે દઢતાપૂર્વક સહેતુક) વર્ણવાય છે
तस्माद् भावनया भाव्यं शास्त्रतत्त्वं विना परम् ।
परलोकविधौ मानं बलवन्नात्र दृश्यते ॥२-१९॥ तस्मादिति-परलोकविधौ धर्मक्रियायां मानं प्रमाणं बलवदन्यानुपजीवि ॥२-१९॥
ઉપર જણાવ્યા મુજબ ભાવનાજ્ઞાન વિનાની સઘળીય ધર્મક્રિયાઓ અનર્થને કરનારી હોવાથી એ નિશ્ચિત થાય છે કે ભાવનાજ્ઞાનથી ભાવિત બનેલા શાસ્ત્રતત્ત્વને છોડીને બીજું કોઇ; પરલોકની સાધનામાં પ્રબળ પ્રમાણ નથી.” - આ પ્રમાણે ઓગણીશમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પરલોકમાં કલ્યાણ થાય એ માટે જે ધર્મક્રિયાઓ કરાય છે, તે ધર્મક્રિયાઓ વિવક્ષિત (ઇસ્ટ) ફળને આપવા સમર્થ ત્યારે જ બને છે કે જ્યારે તે ભાવનામયજ્ઞાનથી ભાવિત એવા શાસતત્ત્વને અનુસરતી હોય, અન્યથા તે ક્રિયાઓ પ્રમાણભૂત બનતી નથી. સર્વ ધર્મક્રિયાઓનું પ્રામાણ્ય; આ રીતે ભાવનામય જ્ઞાનથી ઉપજીવી છે. ભાવનાજ્ઞાનના પ્રામાણ્યને આધીન બધી ક્રિયાઓનું પ્રામાણ્ય છે. પરંતુ ભાવનાજ્ઞાનનું પ્રામાણ્ય આ રીતે કોઇ બીજાના પ્રામાણ્યને આધીન નથી. એ જ્ઞાન સ્વયં પ્રમાણભૂત છે. બીજા કોઈના આધારે ભાવનાજ્ઞાનમાં પ્રામાણ્ય આધારિત
એક પરિશીલન
૬૯
Page #73
--------------------------------------------------------------------------
________________
ગાય
નથી. તેથી સર્વ ક્રિયાઓને ક્રિયાસ્વરૂપે જિવાડનારું આ ભાવનામય જ્ઞાન છે. ભાવનાજ્ઞાનથી ભાવિત એવા શાસતત્ત્વને પંડિતજનો પરીક્ષે છે. /ર-૧૯માં બાલાદિ જીવોનું સ્વરૂપ આ રીતે વર્ણવ્યું. હવે તેમને કેવી દેશના આપવી તે જણાવાય છે–
बाहक्रियाप्रधानैव देया बालस्य देशना ।
सेवनीयस्तदाचारो यथाऽसौ स्वास्थ्यमश्नुते ॥२-२०॥ વાતિ–સ્પષ્ટ: ર-૨૦..
“બાહ્યક્રિયાપ્રધાન જ દેશના બાલજીવોને આપવી જોઈએ. અને તે બાહ્ય આચારો ઉપદેશકે બાલજીવોની સામે પાળવા જોઇએ, જેથી બાલજીવો સ્વાચ્ય પામી શકે.” - આ પ્રમાણે વિશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ બાલજીવો બાહ્યલિંગ(વેશઆકારાદિ)ને જોઈને તેની મુખ્યતાએ ધર્મને માનતા હોય છે. તેથી આવા જીવોને બાહ્ય-આકારક્રિયા-પ્રધાન દેશના આપવી જોઈએ. હવે પછીના શ્લોકમાં જણાવ્યા મુજબ લોકોત્તર ધર્મના એવા ઉત્કટ કોટિના બાહ્ય આચાર સમજાવવા કે જેથી એ સાંભળીને બાલજીવોને બાહ્યક્રિયાઓની અપેક્ષાએ પણ લૌકિક ધર્મ કરતાં લોકોત્તર ધર્મ સર્વશ્રેષ્ઠ જણાય.
આવા આચારોની અપેક્ષાએ લોકોત્તર ધર્મ સહજ રીતે જ સર્વશ્રેષ્ઠ જણાવતી વખતે ઉપદેશકે એ તકેદારી રાખવી જોઈએ કે પોતે જે આચારોનું વર્ણન કરે તે બધા જ બાલજીવોની સામે સરળતાથી પાળીને બતાવવા. અન્યથા ઉપદેશક એ પાળે નહિ અને માત્ર ઉપેદશ આપ્યા કરે તો બાળ જીવોને એમ થાય કે “બોલે છે કાંઈ અને કરે છે કાંઈ.” આવું થવાથી તેઓ ઉપદેશકના વચન ઉપર શ્રદ્ધા કેળવી નહિ શકે અને મિથ્યાત્વનો ત્યાગ કરી શકશે નહિ. મિથ્યાત્વના ત્યાગમાં અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં જ કોઈ પણ ધર્માત્માનું સ્વાચ્ય સમાયેલું છે.
આ એક જ શ્લોકમાં ગ્રંથકારશ્રીએ બાલજીવોને કેવી દેશના આપવી જોઈએ તે સ્પષ્ટ રીતે સંક્ષેપથી જણાવ્યું છે. બાલજીવો સંસારના સુખના અર્થી હોય છે અને તેમને સંસારના સુખ માટે ધર્મનો ઉપદેશ આપવો જોઈએ એવી વાત કરી નથી. આચારની દૃષ્ટિએ પણ લોકોત્તર માર્ગના આરાધક પૂ. નિર્ગસ્થ સાધુભગવંતો સર્વશ્રેષ્ઠ છે-એ સમજાવવાની અને તેની પ્રતીતિ કરાવવાની વાત અહીં ઉપદેશકને આશ્રયીને જણાવી છે.
બાલજીવોને આપવાની એ દેશનાનું સ્વરૂપ જોઈએ તો સમજાશે કે વર્તમાનની દેશનાપદ્ધતિનું સ્તર કેટલું નીચું આવ્યું છે. પૂ. સાધુભગવંતોની બાહ્યક્રિયાઓની મુખ્યતાએ જ બાલજીવોને દેશના આપવાના બદલે માત્ર સંસારના સુખને પ્રાપ્ત કરવાના ઉપાય સ્વરૂપે અપાતી દેશના બાલજીવો માટે પણ હિતકારિણી નથી. પૂ. મુનિભગવંતોના આચારો પ્રત્યે આદર હોય તો જ એવી દેશના આપી શકાશે. માનવ બનાવવાની વાત સાધુ ન રહેવાની ભાવનામાંથી તો
દેશના બત્રીશી
Page #74
--------------------------------------------------------------------------
________________
જન્મી નહિ હોય ને? – એવી શંકા જાગ્યા વગર રહેતી નથી. દર્દ ઉત્કટ હોય તો ઔષધ વધુ ઉત્કટ હોવું જોઈએ. કાળ વિષમ હોય તો થોડું વધુ સત્ત્વ કેળવવું જોઇએ ને ? આપણે આચાર પાળતા નથી માટે આચાર કહેવાનું માંડી વાળવાનું યોગ્ય નથી. આચારકથન તો કરવાનું જ, એ સાથે આચાર-પાલન પણ કરવા માટે પ્રયત્ન કરતા રહેવાનું. ર-૨ના
બાલજીવોને બાહ્ય-આચારપ્રધાન જ દેશના આપવાની છે. તેમાં કેટલાક બાહ્ય આચારો જણાવાય છે–
सम्यग्लोचो धराशय्या तपश्चित्रं परीषहाः ।
अल्पोपधित्वमित्यादि बाह्य बालस्य कथ्यते ॥२-२१॥ सम्यगिति-आदिनाऽनुपानत्कत्वं, रजन्यां प्रहरद्वयं स्वापः, महती पिण्डविशुद्धिः, द्रव्याद्यभिग्रहाः, विकृतित्यागः, एकसिक्थादिपारणकम्, अनियतविहारकल्पः, नित्यं कायोत्सर्गश्च इत्यादिकं गृह्यते ।।२-२१।।
“સારી રીતે લોચ કરવો; પૃથ્વી ઉપર શયન કરવું; ભિન્ન ભિન્ન જાતના તપ કરવા; પરીષહો સહન કરવા અને અલ્પ ઉપાધિ રાખવી.. ઇત્યાદિ બાહ્ય (જોનારની નજરે દેખાય તેવા) આચારો બાલજીવોને કહેવાય છે.” - આ પ્રમાણે એકવીશમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે બાલજીવોને પૂ. સાધુભગવંતોના બાહ્ય આચારો કેવા હોય છે તે જણાવતી વખતે જણાવવું કે માથાના અને દાઢીમૂછના વાળનો લોચ સારી રીતે કરવો. કોઈ પણ જાતની અરતિ વગેરે ન કરવી. “દેહદુઃખ મહાફલમ્ - એમ સમજીને લોચ કરવો. પરંતુ અસ્ત્રા વગેરેથી હજામત કરવી નહિ. પૃથ્વી ઉપર સંથારો પાથરીને શયન કરવું. પલંગ વગેરેનો ઉપયોગ કરવો નહિ. બે ઉપવાસ, ત્રણ ઉપવાસ વગેરે તપ કરવો. સુધા, તૃષા, ઉષ્ણ, શીત અને વધુ વગેરે બાવીશ પરીષહો સહન કરવા. કોઈ પણ જાતની દીનતા ન રાખવી. તેમ જ સાધુપણા માટે આવશ્યક એટલી જ ઉપધિ (વસ્ત્ર-પાત્રાદિ) રાખવી. કોઈ પણ વસ્તુ મૂકી રાખવી પડે અને બીજા દ્વારા મંગાવવી પડે એટલી ઉપધિ ન રાખવી. અલ્પ જ ઉપધિ રાખવી. આ બધા બાહ્ય આચારો બાલજીવોને કહેવા.
શ્લોકમાંના ‘રિ પદથી સૂચવેલા બીજા પણ આચારો કહેવા. જેમ કે ચાલતી વખતે ખુલ્લા પગે જ ચાલવું. પગમાં કોઈ પણ જાતના ચંપલ કે પાવડી વગેરે ધારણ કરવા નહિ. રાત્રે બે પ્રહર જ નિદ્રા લેવી. પહેલા અને છેલ્લા પ્રહરમાં ઊંઘવાનું નહિ, સ્વાધ્યાય જ કરવાનો. પોતાના માટે રાંધેલું, કાપેલું કે ખરીદેલું હોય તે ભિક્ષામાં લેવાનું નહિ. બેતાળીશ દોષથી રહિત જ ભિક્ષા લેવાની... વગેરે પિંડવિશુદ્ધિનું પાલન અઘરું છે. દ્રવ્યને આશ્રયીને અમુક જ વસ્તુ લેવાની. ક્ષેત્રને આશ્રયીને અમુક જ જગ્યામાં લેવાની. કાળને આશ્રયીને અમુક જ કાળે અને ભાવને આશ્રયીને અમુક જ પાસેથી લેવાની વગેરે અભિગ્રહ ધારણ કરવા. દૂધ, દહીં, ઘી
એક પરિશીલન
Page #75
--------------------------------------------------------------------------
________________
વગેરે વિગઈનો ત્યાગ કરવાનો. તપમાં એક, બે વગેરે જ દ્રવ્ય વાપરવાનાં અથવા એક, બે વગેરે કોળિયા વાપરવાના. સદાને માટે અનિયતપણે વિહાર કરવાનો, એક જ સ્થાને નહિ રહેવાનું અને સદાને માટે કાયાનો ત્યાગ કરવો, મમત્વ નહિ રાખવાનું... આ બધા પણ બાહ્ય આચારો બાલજીવોને જણાવવા. અને અવસરે અવસરે તેની આગળ સેવીને બતાવવા. કોઈ વાર આપણાથી એ શક્ય ન હોય તોપણ બાલજીવોની દેખતાં અપવાદ નહિ સેવવા. અન્યથા ઉપદેશકની પ્રત્યે અશ્રદ્ધા થવાથી શ્રોતા(બાલજીવો)ઓને મિથ્યાત્વની વૃદ્ધિનો પ્રસંગ આવશે.
બાલજીવોને ઉદ્દેશીને વર્ણવેલા પૂ. સાધુભગવંતોના બાહ્ય આચારો ખરેખર જ સર્વશ્રેષ્ઠ છે. બીજા કોઈ પણ ધર્મમાં આવા આચારો ઉપદેશેલા નથી. સાધુપણાનું બાહ્ય સ્વરૂપ પણ કેટલું અઘરું છે – એ આથી સમજી શકાય છે. દુનિયાના દાર્શનિકોની જ્યાં નજર પણ પહોંચી નથી એવા આચારોને આત્મસાત્ કરનારા પૂ. મુનિભગવંતોનું બાહ્ય સ્વરૂપ પણ અદ્ભુત છે. મુનિજીવનની સર્વ - શ્રેષ્ઠતાનો પરિચય કરવા માટે આ આચારોનું પરિશીલન નિરંતર કરવું જોઈએ. કેટલીક વાર બાહ્ય આચારો પણ આંતરિક પરિણામોનું પ્રતિબિંબ પાડતા હોય છે. આવા પ્રકારના બાહ્ય આચારોની ઉપેક્ષા ખરી રીતે આંતરિક અશ્રદ્ધાલને સૂચવનારી છે. સમ્યગ્લોચ; ધરા શવ્યા; ચિત્ર તપ; પરીષહ; અલ્પોપધિત્વ; પાદત્રાણરહિતત્વ; બે પ્રહરની રાત્રે નિદ્રા; પિંડવિશુદ્ધિ; દ્રવ્યાદિ-અભિગ્રહ; વિગઈનો ત્યાગ; એકસિક્વાદિ પારણું; અનિયતવિહારકલ્પ અને નિત્ય કાયોત્સર્ગ. આ બધા આચારો ઉપર એક વાર નજર સ્થિર કરવાની જરૂર છે. શ્રોતા-ગણમાંથી સાચા બાલજીવો તો લગભગ અદશ્ય થયા છે. એના અભાવમાં ઉપર જણાવ્યા મુજબની દેશના ન પણ થાય તો ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ આ આચારો મુનિજીવનમાંથી અદશ્ય થાય તો શું થાય - એ ચિંતા કર્યા વિના ચાલે એવું નથી. ગમે તે રીતે એ આચારો પ્રત્યે શ્રદ્ધા કેળવીને એની દેશના દ્વારા બાલ-જીવોના હિતની ચિંતા કરવી જોઇએ. અન્યશ્રી શ્રી જિનશાસનની દેશનાપદ્ધતિ લુપ્ત થશે. ર-૨૧|| મધ્યમજીવોને આપવા યોગ્ય દેશનાનું વર્ણન કરાય છે
मध्यमस्य पुनर्वाच्यं वृत्तं यत्साधुसङ्गतम् ।
सम्यगीर्यासमित्यादि त्रिकोटीशुद्धभोजनम् ॥२-२२॥ मध्यमस्येति-आदिनाऽन्यप्रवचनमातृग्रहः । तिस्रः कोट्यो रागद्वेषमोहरूपाः कृतकारितानुमतिभेदेन હનનપવનય વા ર-રરા.
“મધ્યમ કોટિના જીવોને; સારી રીતે ઇસમિતિ, ભાષાસમિતિ વગેરેનું પાલન કરવું તેમ જ ત્રિકોટી પરિશુદ્ધ ભોજન ગ્રહણ કરવું વગેરે જે પૂ. સાધુભગવંતોનું સવૃત્ત છે - તે જણાવવું.” આ પ્રમાણે બાવીશમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય એ છે કે
૭૨
દેશના બત્રીશી
Page #76
--------------------------------------------------------------------------
________________
મધ્યમબુદ્ધિવાળા જીવો વૃત્ત(આચાર)ને પ્રાધાન્ય આપે છે. તેથી તેમને તે વૃત્ત સમજાવવું. બાહ્યદૃષ્ટિએ પ્રસિદ્ધ એવા આચારો બાલજીવોને સમજાવવાના છે. અને મધ્યમબુદ્ધિવાળા જીવોને આંતરિક દૃષ્ટિએ (લોકમાં અપ્રસિદ્ધ) પ્રસિદ્ધ એવા આચારો સમજાવવાના છે. તે જાણવાથી શ્રોતાને એમ સમજાય છે કે લોકો તો જાણતા જ નથી એવા આચારો આ સાધુભગવંતો પાળે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સ્વરૂપ અષ્ટ પ્રવચનમાતાનું પાલન કરવા સ્વરૂપ પૂ. સાધુભગવંતોનું સવૃત્ત મધ્યમબુદ્ધિવાળાને જણાવતી વખતે સમિતિ-ગુપ્તિનું વિસ્તારથી વર્ણન કરવું. સાથે સાથે તેનું પાલન કરીને પણ બતાવવું. ત્યાર બાદ બીજા આચાર તરીકે ત્રિકોટીપરિશુદ્ધ ભોજન જણાવવું. રાગથી, દ્વેષથી કે અજ્ઞાનથી ગ્રહણ કરેલું કે વાપરેલું જે ન હોય તે ત્રિકોટીપરિશુદ્ધ ભોજન કહેવાય છે. પોતાના માટે કરેલું, કરાવેલું કે અનુમોદેલું જે ન હોય તે ત્રિકોટિપરિશુદ્ધ ભોજન કહેવાય છે. તેમ જ પોતાના માટે કાપેલું, રાંધેલું કે ખરીદેલું જે ન હોય તેને ત્રિકોટિપરિશુદ્ધ ભોજન કહેવાય છે. આવા ભોજનને જ પૂ. સાધુભગવંતો ગ્રહણ કરતા હોય છે અને વાપરતા હોય છે. જે આવું પરિશુદ્ધ ભોજન ન હોય તેને તેઓ ગ્રહણ કરતા નથી... આ બધું મધ્યમબુદ્ધિવાળા જીવોને સમજાવવું. અન્યદર્શનમાં આ આચારનું દર્શન નહિ થાય. તેની વાત પણ સાંભળવા નહિ મળે. ।।૨-૨૨
મધ્યમબુદ્ધિવાળાને જ સમજાવવાના કેટલાક આચારો જણાવાય છે—
वयःक्रमेणाध्ययनश्रवणध्यानसङ्गतिः ।
सदाशयेनानुगतं पारतन्त्र्यं गुरोरपि ॥ २-२३ ॥
वय इति-क्रमोऽत्र प्रथमे वयस्यध्ययनं द्वितीयेऽर्थश्रवणं तृतीये च ध्यानेन भावनमित्येवंरूपः । सदाशयः संसारक्षयहेतुर्गुरुरयमिति कुशलपरिणामः || २ - २३ ।।
-
“વયના ક્રમે અધ્યયન, શ્રવણ અને ધ્યાન કરવું તેમ જ સદાશયથી યુક્ત ગુરુનું પારતન્ત્ય રાખવું... આ પણ મધ્યમબુદ્ધિવાળા જીવોને સમજાવવું.” – આ પ્રમાણે ત્રેવીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂ. સાધુભગવંતોએ પ્રથમ વયમાં સૂત્રનું અધ્યયન કરવું જોઇએ. મધ્યમ વયમાં અર્થનું શ્રવણ કરવું જોઇએ અને છેલ્લી વયમાં ધ્યાનથી આત્માને ભાવિત બનાવવો જોઇએ : આ પૂ. સાધુભગવંતોનો આચાર છે. - આ પ્રમાણે મધ્યમબુદ્ધિવાળાને સમજાવવું. નિરંતર સ્વાધ્યાયમાં લીન રહેનારા પૂ. સાધુભગવંતોની જ્ઞાનસંપાદનની પદ્ધતિ સમજી લેવાની આવશ્યકતા છે. શાસ્ત્રીય રીતે સામાન્યથી બાર વર્ષ સુધી સૂત્ર ભણવાનું છે અને ત્યાર બાદ તેના અર્થનું શ્રવણ ક૨વાનું છે. આ રીતે સૂત્ર અને અર્થ : ઉભયના જ્ઞાતા બન્યા પછી ધ્યાનથી આત્માને ભાવિત બનાવવો જોઇએ. પૂ. સાધુભગવંતોને ઉદ્દેશીને અહીં અધ્યયનાદિનો વિચાર કર્યો હોવાથી સામાન્ય રીતે દીક્ષા ગ્રહણ કરેલા દિવસથી વયની ગણતરી કરવાની છે.
એક પરિશીલન
૭૩
Page #77
--------------------------------------------------------------------------
________________
સંયમજીવનનાં શરૂઆતનાં વર્ષોમાં સૂત્રનું અધ્યયન; વચ્ચેનાં વર્ષોમાં અર્થનું અધ્યયન અને છેલ્લાં વર્ષોમાં ધ્યાનથી આત્માને ભાવિત કરવાનું - આ પ્રમાણે પૂ. સાધુભગવંતોનો આચાર મધ્યમજીવોને જણાવવો જોઇએ.
તદુપરાંત સદાશયથી ગુરુપરતંત્ર્યની સેવા પણ પૂ. સાધુભગવતોનો આચાર છે - તે મધ્યમજીવોને સમજાવવું. ‘આ મારા ભવનિસ્તારક છે, સંસારનો અંત લાવવામાં નિમિત્ત છે...” ઇત્યાદિ સ્વરૂપ અધ્યવસાયને અહીં સદાશય તરીકે વર્ણવ્યો છે. આવા એકમાત્ર સદાશયથી પૂ. ગુરુદેવશ્રીને આધીન થઈને રહેવું તેને ગુરુપરતંત્ર્ય કહેવાય છે. અઘરું છે આ ગુરુષારતંત્ર્ય! સ્વાર્થમૂલક ગુરુપરતંત્ર હજુ સહેલું છે. પરંતુ ઉપર જણાવ્યા મુજબ સદાશયથી અનુગત એવું ગુરુપારતંત્ર્ય ઘણું જ અઘરું છે. મહાત્યાગી(?) અને મહાતપસ્વી(?)ઓને પણ એ કેળવવાનું બનતું નથી. એટલું જ નહિ, જરૂરી પણ લાગતું નથી. પોતાની ઇચ્છાથી માણસ દુઃખ વેઠી શકે છે પરંતુ કોઇની આજ્ઞામાં રહેવાનું ખરેખર જ અતિશય કષ્ટપ્રદ છે. પૌદ્ગલિક ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ જેટલો પીડાકારક છે એના કરતાં કંઈકગુણો પીડાકારક કોઇની આજ્ઞા માનવાનો પ્રસંગ છે. જેના વિના ચાલે એવું નથી, એ જ જો આ રીતે અનિષ્ટ, અઘરું અને અત્યંતકષ્ટપ્રદ જણાય તો ભવનિસ્તાર કઈ રીતે થાય? – આ બધું મધ્યમબુદ્ધિવાળા જીવોને પૂ. સાધુભગવંતોના સવૃત્તમાં જણાવવું. ર-૨૩
પંડિતજનોને ઉચિત દેશનાને જણાવાય છે
वचनाराधनाद् धर्मोऽधर्मस्तस्य च बाधनात् ।
धर्मगुह्यमिदं वाच्यं बुधस्य च विपश्चिता ॥२-२४॥ वचनेति-वचनाराधनादागमाराधनयैव धर्मः । तस्य वचनस्य बाधनादेवाधर्मो नान्यत्रैकान्त इत्येतदुपसर्जनीकृतसकलक्रियं प्रधानीकृतभगवद्वचनं धर्मगुह्यं बुधस्य विपश्चिता वाच्यं, वचनायत्तत्वात्सर्वाનુષ્ઠાનય ર-૨૪
વચનની આરાધનાથી ધર્મ છે અને અધર્મ વચનના બાધથી થાય છે - આ ધર્મનું રહસ્ય વિદ્વાને પંડિતજનોને સમજાવવું જોઈએ” - આ પ્રમાણે ચોવીશમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે ભાવનાજ્ઞાનથી ભાવવાયોગ્ય વસ્તુના ઐદત્પર્યને માનનારા પંડિતજનોને વિદ્વાન ધર્મોપદેશકે ધર્મનું પરમ રહસ્ય સમજાવવું જોઈએ. શ્રી તીર્થંકરપરમાત્માએ પ્રરૂપેલા પરમતારક આગમને અનુસારે જ આરાધના કરવાથી ધર્મ થાય છે. અને એ પરમતારક આગમનો બાધ થવાથી (આગમવિરુદ્ધ વર્તવાથી) અધર્મ થાય છે. આ ધર્મનું પરમ રહસ્ય છે.
પરમાત્માના વચનની આરાધનામાં જ ધર્મ છે અને તે વચનની બાધામાં જ અધર્મ છે – આવો એકાંત; કોઈ પણ ક્રિયા વગેરેમાં નથી. અહિંસાદિમાં એકાંતે ધર્મ નથી અને હિંસાદિમાં
७४
દેશના બત્રીશી
Page #78
--------------------------------------------------------------------------
________________
એકાંતે અધર્મ નથી. શ્રી તીર્થંકરપરમાત્માના વચનાનુસાર અહિંસાદિમાં ધર્મ છે અને તેની બાધાનુસાર તેમાં અધર્મ છે. આવી જ રીતે શ્રી તીર્થંકર પરમાત્માના વચનાનુસાર યતનાપૂર્વક નદી ઊતરવાદિમાં થતી હિંસામાં અધર્મ નથી અને વચનનિરપેક્ષ તેમાં અધર્મ છે. આ રીતે અહિંસાદિમાં કથંચિત્ ધર્મ છે અને હિંસાદિમાં કથંચિત્ અધર્મ છે. વચનની આરાધનામાં કે બાધામાં અનુક્રમે એકાંતે ધર્મ અને અધર્મ છે. આ રીતે બધી જ ક્રિયાઓને ગૌણ બનાવી છે અને ભગવાનના પરમતારક વચનને પ્રધાન બનાવ્યું છે જેમાં એવું ધર્મગુહ્ય-રહસ્ય પંડિત-જીવોને સમજાવવું. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં સઘળાંય અનુષ્ઠાનો તેઓશ્રીના પરમતારક વચનને આધીન છે. વચન કરતાં અનુષ્ઠાન કોઇ પણ રીતે મહાન નથી - એ નિરંતર યાદ રાખવું. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનના પ્રાધાન્યને સમજવાનું ખૂબ જ અઘરું છે. પંડિતજનોને એ સમજાય છે. આજ્ઞાનું પ્રાધાન્ય સમજાવવા દરેક ધર્માનુષ્ઠાનના રહસ્યને સમજાવવાનું આવશ્યક બને છે. અંતે ધર્મના પરમ રહસ્ય-રૂપે આજ્ઞાની પ્રતીતિ થાય છે. વિદ્વાન ધર્મોપદેશક સિવાય એ રીતે આજ્ઞાની પ્રધાનતાને વર્ણવવાનું બીજા ઉપદેશકો માટે શક્ય નથી. ભાવનાજ્ઞાનથી ભાવિત ઉપદેશક ન હોય તો કેવી સ્થિતિ નિર્માણ પામે છે - તેનું વર્ણન કરવાની જરૂર નથી. ઓછાવધતા પ્રમાણમાં એનો અનુભવ આપણને છે જ. //ર-૨૪
ભાવનામય જ્ઞાનથી ધર્મના રહસ્યભૂત આજ્ઞાના પ્રાધાન્યને પ્રાપ્ત કરવાથી પ્રાપ્ત થતા ફળને જણાવાય છે–
इत्थमाज्ञादरद्वारा हृदयस्थे जिने सति ।
भवेत् समरसापत्तिः फलं ध्यानस्य या परम् ॥२-२५॥ इत्थमिति-इत्थमनया रीत्या । आज्ञादरद्वारा भगवद्वचनबहुमानद्वारेण । हृदयस्थे ध्यानसाक्षात्कृते जिने सति भवेत् । समरसापत्तिः समतापत्तिः । या ध्यानस्य परं प्रकृष्टं फलं । तदाह-“सैषेह योगिमातेति” इत्थं च समापत्तिसज्ञकासङ्गानुष्ठानफलकस्य वचनानुष्ठानस्य आज्ञादरद्वारैवोपपत्तेरयमेव गरीयानिति फलितम् । क्रियान्तरे च नैतदुपपत्तिः, न च तदनन्तरं भगवदनुध्यानादुपपत्तिः, अनियमादनुषङ्गत एवाસ મવાāતિ ર-ર૧/
આ રીતે આશાદર દ્વારા શ્રી જિનેશ્વરદેવ હૃદયસ્થ બચે છતે “સમરસાપત્તિ પ્રાપ્ત થાય છે, જે ધ્યાનનું શ્રેષ્ઠ ફળ છે.” - આ પ્રમાણે પચીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ભગવાન શ્રી જિનેશ્વરદેવોના વચન પ્રત્યેના બહુમાન દ્વારા શ્રી તીર્થંકરપરમાત્મા હૃદયસ્થ બને છે. વિહિતા તે તે અનુષ્ઠાન કરતી વખતે તેમ જ તે તે નિષિદ્ધની નિવૃત્તિ વખતે નિરંતર ભગવાનના વચનમાં પ્રાધાન્યનો ઉપયોગ હોવાથી પરમાત્માનું જ ધ્યાન હોય છે. આ ધ્યાન દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. તેને જ અહીં પરમાત્માની હૃદયસ્થતા જણાવી છે.
એક પરિશીલન
૭૫
Page #79
--------------------------------------------------------------------------
________________
પરમાત્મા હૃદયસ્થ બન્યા પછી આત્માને સમરસાપત્તિ પ્રાપ્ત થાય છે. સમરસાપત્તિનો અર્થ સમતાપત્તિ છે. પરમાત્માની સાથે જીવાત્માની સમાન અવસ્થાને સમતાપત્તિ કહેવાય છે. ધ્યાનના પરમ ફળ તરીકે આ સમરસાપત્તિને વર્ણવી છે. “મોક્ષના બીજભૂત સમ્યગ્દર્શનાદિ સ્વરૂપ યોગના સ્વામીઓની આ સમતાપત્તિ માતા છે.' - આ પ્રમાણે શ્રી ષોડશક પ્રકરણમાં સર્વેદ યોનિમાતા આ ગ્રંથથી જણાવ્યું છે. એ વાત ખૂબ જ સરળતાથી સમજી શકાય એવી છે. કારણ કે શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં પરમતારક વચનોનું પ્રાધાન્ય ન સમજાય તો આત્માને યોગની પ્રાપ્તિ જ થાય એમ નથી. યોગીજનોનો જન્મ જ ઉપર જણાવ્યા મુજબ વચનમય સમાપત્તિથી થતો હોય છે. આથી સમજી શકાશે કે સમાપત્તિસ્વરૂપ અસંગાનુષ્ઠાન જેનું ફળ છે તે વચનાનુષ્ઠાન આજ્ઞાના આદર દ્વારા જ ઉપપન્ન થાય છે, તેથી આજ્ઞાનો આદર જ શ્રેષ્ઠ છે.
કહેવાનો આશય એ છે કે સદનુષ્ઠાન ચાર પ્રકારનું છે. સામાન્ય રીતે પ્રીતિના કારણે થતું અનુષ્ઠાન પ્રીત્યનુષ્ઠાન છે. પવિત્રતાના કારણે થતું અનુષ્ઠાન ભજ્યનુષ્ઠાન છે. માત્ર શ્રી તીર્થંકરદેવોએ ઉપદેશેલું અનુષ્ઠાન છે માટે જે અનુષ્ઠાન કરાય છે તે વચનાનુષ્ઠાન છે. અને વચનાનુષ્ઠાનના અભ્યાસાતિશયથી સ્વાભાવિક રીતે થતા અનુષ્ઠાનને અસંગાનુષ્ઠાન કહેવાય છે. અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિથી આત્મા શ્રી તીર્થંકર પરમાત્માના વચનમય બને છે. મુખ્યપણે સામર્થ્યયોગમાં પ્રાપ્ત થનારું અસંગાનુષ્ઠાન; સમરસાપત્તિ(સમાપત્તિ-સમતાપત્તિ)સ્વરૂપ છે. અને તે વચનાનુષ્ઠાનનું એકમાત્ર ફળ છે. વચનની પવિત્ર આરાધનાનો એ એકમાત્ર ઉદ્દેશ્ય હોય છે. ભગવાનની આજ્ઞા પ્રત્યે બહુમાન ન હોય તો વચનાનુષ્ઠાનની પ્રાપ્તિની જ સંભાવના નથી, તેથી તેના ફળસ્વરૂપે પ્રાપ્ત થનારા સમાપત્તિસ્વરૂપ અસંગાનુષ્ઠાનની સંભાવના પણ રહેતી નથી. આ રીતે શ્રી તીર્થંકર પરમાત્માની પરમતારક આજ્ઞા પ્રત્યેનો આદર શ્રેષ્ઠ છે. મુમુક્ષુઓએ આજ્ઞા પ્રત્યે આદર કેળવી લેવો જોઇએ. આજ્ઞાનું પ્રાધાન્ય નહિ સમજનારા પંડિત નથી; એ યાદ રાખવાનું આવશ્યક છે. - ભગવાન શ્રી જિનેશ્વરદેવોના વચનપૂર્વકના અનુષ્ઠાનથી જેમ અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે, તેમ વચનનિરપેક્ષ કે વચનના ઉપયોગથી શૂન્ય એવા અનુષ્ઠાનથી અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થતી નથી. તેથી વચન પ્રત્યેનો આદર જ શ્રેષ્ઠ છે. “ઉપયોગશૂન્ય કે વચનનિરપેક્ષ એવી ક્રિયા પછી ભગવાનનું અનુધ્યાન થવાથી અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી વચનપૂર્વકની જ ક્રિયાથી સમાપત્તિ થાય છે અને તશિરપેક્ષ એવી ક્રિયાંતરોમાં તેની ઉપપત્તિ થતી નથી.” - આ પ્રમાણે કહેવાનું અયુક્ત છે.” આ મુજબ નહીં કહેવું જોઈએ. કારણ કે વચનનિરપેક્ષાદિ ક્રિયાઓ પ્રસંગે ચોક્કસપણે ભગવાનનું અનુધ્યાન થાય જ એવો નિયમ નથી. ક્વચિત્ એવી ક્રિયાઓ પછી જ્યાં પણ અસંગની પ્રાપ્તિ થાય છે, ત્યાં પણ ભગવાનના અનુધ્યાનથી જ થાય છે. તેથી અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિમાં પ્રાધાન્ય તો ભગવાનની આજ્ઞાના આદરનું જ રહે છે. એ
દેશના બત્રીશી
Page #80
--------------------------------------------------------------------------
________________
આદરના સંબંધથી જ અન્યત્ર ક્રિયાંતરમાં સમાપત્તિની પ્રયોજકતા હોવાથી ક્રિયાંતરનું પ્રાધાન્ય નથી. (ગૌણત્વ છે) - એ સ્પષ્ટ છે – આ બધું જ પંડિતજનોને સમજાવવું.
ચોવીશમાં અને પચીશમા શ્લોકમાં જણાવેલી વાતનો કોઈ પણ જાતના કદાગ્રહ વિના વિચાર કરવાથી ભાવનાજ્ઞાન; વચન પ્રત્યેનો આદર; સમાપત્તિ; અસંગાનુષ્ઠાન અને પંડિતજનોને આપવા યોગ્ય દેશના વગેરેનો સ્પષ્ટ ખ્યાલ આવ્યા વિના નહિ રહે. છેલ્લા બે શ્લોકમાં સામર્થ્યયોગની નજીકમાં પહોંચવા માટેની પરમતારક ભૂમિકાનું, સંક્ષેપથી પણ ખૂબ જ સ્પષ્ટ નિરૂપણ છે. સમગ્ર પ્રકરણનો સાર ભગવાન શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનના આદરમાં સમાવિષ્ટ છે. મુમુક્ષુજનોએ એ આદરની પ્રકર્ષ અવસ્થાને પ્રાપ્ત કરવા શ્રી વિતરાગપરમાત્માની આજ્ઞાને આત્મસાત્ કરી લેવી જોઇએ.. આ જણાવવાનું કારણ એ છે કે “કત્રિશાશિવરા’ મા.” (પ્રકાશક: દિવ્યદર્શન ટ્રસ્ટ-ધોળકા) આ પુસ્તકના પે.નં.૫૫ માં અનુવાદકશ્રીએ જે જણાવ્યું છે, તેની વિચિત્રતાનો વાંચકોને ખ્યાલ આવે.
અનુવાદકશ્રીની દૃષ્ટિએ જે સાચું છે તે ક્ષણવાર માની લઈએ કે શાસ્ત્રના નામે દંભ કરનારાને આશ્રયીને સાચું છે. પરંતુ એમાં શાસ્ત્ર કે શાસ્ત્રવિદોનો કયો અપરાધ છે કે અનુવાદકશ્રીને આ રીતે વિકૃત લખવાની આવશ્યકતા ઊભી થાય. અનુવાદકશ્રીએ પોતાનું લખાણ નિષ્પક્ષભાવે શાંતિથી વારંવાર વાંચી લેવું જોઈએ, જેથી તેઓ સમજી શકશે કે પોતે કરેલી ટીકાના ભોગ પોતે જ બન્યા છે. પોતાના અનુયાયીવર્ગને એ બધું વારંવાર વંચાવવાની જરૂર છે. દ્વાત્રિશદ્વત્રિશિકા જેવા આત્મલક્ષી આકર ગ્રંથના અનુવાદ વખતે અનુવાદકશ્રીએ પોતાની જાત છુપાવી નથી – એ આપણું ખરેખર જ સદ્ભાગ્ય છે. અન્યથા આપણને તેઓશ્રીનો પરિચય કરવાની તક મળી નહિ. શાસ્ત્રના નામે પોતાની કદાગ્રહપૂર્ણ માન્યતાઓનું સમર્થન કરવાની વૃત્તિ જેમ ભાવનામય જ્ઞાનનું લક્ષણ નથી તેમ વર્ષોથી જેનું લખી-બોલીને સમર્થન કરતા આવેલા; તેનો માત્ર એક વ્યક્તિ પ્રત્યેનાં દ્વેષ, ઇર્ષ્યા અને માત્સર્ય વગેરેના કારણે ત્યાગ કરવાની પ્રવૃત્તિ પણ ભાવનામય જ્ઞાનનું લક્ષણ નથી. પોતાને ઈષ્ટ એવા અર્થને સિદ્ધ કરવા શાસ્ત્ર જોવાં નથી, શાસ્ત્રકારોને અપ્રામાણિક ગણાવવા છે અને શાસ્ત્રના જાણકારોની મશ્કરી કરવી છેઃ - આ બધી પ્રવૃત્તિ ભાવનામય જ્ઞાન માટે અહિતકારિણી છે. વ્યવહાર-નિશ્ચય; ઉત્સર્ગઅપવાદ અને સાપેક્ષ-નિરપેક્ષ... વગેરે વિકલ્પગર્ભિત વાતો કરી અનુવાદકારે વિચિત્ર રજૂઆત કરી છે. એની પાછળની એમની ભાવના ગમે તે હોય પરંતુ એ પ્રવૃત્તિ ભાવનાશાનથી આત્માને દૂર કરનારી છે. //ર-૨પ
આ રીતે બાલ, મધ્યમ અને પંડિત જીવોને આપવાયોગ્ય દેશનાનું વર્ણન પૂર્ણ થયું. બાલાદિ જીવોને ઉપર જણાવ્યા મુજબ તે તે નયની દેશના કઈ રીતે અપાય? કારણ કે દેશના તો સર્વનયોની - પ્રમાણભૂત આપવી જોઈએ. આવી શંકા કરીને તેનું સમાધાન કરાય છે– એક પરિશીલન
Page #81
--------------------------------------------------------------------------
________________
देशनैकनयाकान्ता कथं बालाद्यपेक्षया ।
इति चेदित्थमेव स्यात् तबुद्धिपरिकर्मणा ॥२-२६॥ देशनेति-धर्मगुह्यानुक्तौ बालाद्यपेक्षया । एकनयाक्रान्ता व्यवहारादिमात्रप्रधाना । देशना कथं युज्यते ? “एगं ते होइ मिच्छत्तं” इति वचनादिति चेद-इत्थमेव बालाद्यपेक्षया व्यवहारादिमात्रप्राधान्येनैव । तबुद्धेर्बालादिबुद्धेः परिकर्मणा अर्थान्तरग्रहणसौकर्यरूपा स्याद् । इत्थं चात्रार्थान्तरप्रतिपक्षाभावान्नयान्तरव्यवस्थापनपरिणामाच्च न दोषः, शिष्यमतिपरिकर्मणार्थमेकनयदेशनाया अपि सम्मत्यादौ व्युत्पादनात् ।।२-२६।।
બાલાદિ જીવોને ધર્મનું રહસ્ય કહેવામાં ન આવે તો માત્ર વ્યવહાર કે નિશ્ચયનયની પ્રધાનતાએ દેશના આપવાનું કઈ રીતે યોગ્ય છે? – આ પ્રમાણે શંકા નહિ કરવી જોઇએ. કારણ કે બાલાદિ જીવોની બુદ્ધિ આ રીતે જ પરિકર્મિત થતી હોય છે. - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ બાલજીવોને બાહ્ય આચારની મુખ્યતાએ; મધ્યમજીવોને આત્યંતર આચારની મુખ્યતાએ વ્યવહારનયપ્રધાન દેશના આપવાની છે અને પંડિતજનોને ધર્મના રહસ્યની પ્રધાનતાએ નિશ્ચય(આંતરિક આજ્ઞા-બહુમાનાદિ-પરિણતિ) નયપ્રધાન દેશના આપવાની છે. પરંતુ આ રીતે એક નયપ્રધાન દેશના આપવાનું ઉચિત નથી. કારણ કે આવી એકાંતદેશનામાં મિથ્યાત્વદોષનો પ્રસંગ આવે છે. - આ પ્રમાણે શંકાકારનું કહેવું છે. તેના સમાધાનમાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કે આ રીતે બાલાદિ જીવોની અપેક્ષાએ વ્યવહાર કે નિશ્ચયાદિની મુખ્યતાએ જ દેશના આપવાથી બાલાદિ જીવોની બુદ્ધિ પરિકર્મિત બને છે. સામાન્ય રીતે વર્તમાનમાં બાલાદિ જીવોને વ્યવહારાદિનયની મુખ્યતાએ જે અર્થ જણાવાય છે; તેનાથી બીજો નિશ્ચયાદિનયની મુખ્યતાએ જે અર્થ જણાવાય, તે અર્થ સ્વરૂપ અર્થાતરને ભવિષ્યમાં સરળતાથી ગ્રહણ કરી શકવાનું સામર્થ્ય અહીં બુદ્ધિનું પરિકર્મ છે.
યદ્યપિ આ રીતે પણ બાલાદિ જીવોને એકાંતદેશના આપવાથી મિથ્યાત્વનો પ્રસંગ આવે જ છે. કારણ કે એકાંતમાં મિથ્યાત્વ છે. પરંતુ અહીં બાલાદિ જીવોને વ્યવહારાદિપ્રધાન દેશના આપતી વખતે નિશ્ચયાદિ-અર્થાતરના પ્રતિપક્ષ તરીકે વ્યવહારાદિનું પ્રાધાન્ય જણાવાતું નથી. તેમ જ ભવિષ્યમાં બુદ્ધિની પરિકર્મિતતામાં નિશ્ચયાદિનયાંતરના વ્યવસ્થાપનનો પરિણામ છે. આથી સમજી શકાશે કે નિશ્ચયાદિનયાંતરની વ્યવસ્થાપનાના પરિણામકાળે વ્યવહારાદિનયપ્રધાન દેશના નિશ્ચયાદિનયસ્વરૂપ અર્થાતરના પ્રતિપક્ષ સ્વરૂપ ન હોવાથી પરમાર્થથી કોઈ દોષ નથી. શિષ્યની બુદ્ધિને પરિકર્ષિત કરવા માટે વ્યવહારાદિનયપ્રધાન દેશનાનું પણ સમર્થન સમ્મતિતકદિગ્રંથમાં કરાયું છે. ll૨-૨૬ll
ઉપર જણાવ્યા મુજબ બાલાદિ જીવોને અપાતી એકનયાક્રાંતદેશનામાં કોઈ દોષ ન હોય તોપણ તે દેશનાથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થતી ન હોવાથી તેને પ્રમાણભૂત કઈ રીતે મનાય? - આવી શંકાનું સમાધાન કરાય છે
૭૮
દેશના બત્રીશી
Page #82
--------------------------------------------------------------------------
________________
प्रमाणदेशनैवेयं ततो योग्यतया मता । द्रव्यतः सापि नो मानं वैपरीत्यं यया भवेत् ॥२-२७॥
प्रमाणेति-तदियं योग्यतया प्रमाणदेशनैव । मता । व्युत्पादयिष्यमाणनयान्तरसमाहारेण तत्त्वोपपत्तेः । तदावेन तत्फलसम्भवाच्च । द्रव्यतः फलानुपयोगलक्षणात् । सापि प्रमाणदेशनापि । नो मानं न प्रमाणं । यया वैपरीत्यं ध्यान्ध्यलक्षणं भवेत् ।।२-२७।।
બાલાદિ જીવોને અપાતી વ્યવહારપ્રધાનાદિ દેશના; તેમની બુદ્ધિની પરિકર્મિતતાથી અન્યનયાદિને ગ્રહણ માટે યોગ્ય બને છે. તેથી તેને લઇને આ દેશના પણ પ્રમાણદેશના જ મનાય છે. જેનાથી બુદ્ધિની વિપરીતતા થાય છે - એવી પ્રમાણદેશનાથી તત્ત્વપ્રાપ્તિ થતી ન હોવાથી તે દ્રવ્યથી જ (અપ્રધાન દ્રવ્યથી જ) પ્રમાણદેશના હોવાથી તે પ્રમાણ મનાતી નથી.' - આ પ્રમાણે સત્તાવીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે બાલાદિ જીવોને વ્યવહારપ્રધાનાદિ દેશના આપવાથી તેમની બુદ્ધિ પરિકર્મિત બને છે. તેથી ભવિષ્યમાં તે આત્માઓને નયાંતર(નિશ્ચયાદિ)ની વ્યુત્પત્તિ કરાવાય છે, જેથી તેમને ક્રમે કરી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ રીતે પ્રમાણદેશનાથી સાધ્ય એવું કાર્ય પણ તે તે નયોની દેશના દ્વારા ક્રમે કરી થતું હોય છે. પ્રમાણદેશનાના કાર્ય(વસ્તુતત્ત્વની પ્રાપ્તિ)ને સિદ્ધ કરવાની યોગ્યતા હોવાથી તે તે નયોની દેશના પણ પ્રમાણદેશના છે. બાલાદિ જીવોને અપાતી વ્યવહાર પ્રધાન દેશના અને બુદ્ધિ પરિકર્ષિત થયે છતે ભવિષ્યમાં આપવામાં આવનારી નયાંતર(નિશ્ચય)પ્રધાનાદિ દેશના એ બેના સમાહારથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બાલાદિ જીવોને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે આ જ રીત છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.
આનાથી તદ્દન વિપરીત એ છે કે બાલાદિ જીવોને વસ્તુના સમગ્ર સ્વરૂપને જણાવનારી પ્રમાણભૂત દેશના અપાય તો તે પ્રમાણભૂત મનાતી નથી. કારણ કે એવી દેશના માટે બાલાદિ જીવો પરિકર્મિત બુદ્ધિવાળા ન હોવાથી યોગ્ય નથી. તેથી તેવા જીવોને તેવી દેશના આપવાથી તે જીવોને બુદ્ધિના નાશ સ્વરૂપ વિપરીતતાની જ પ્રાપ્તિ થતી હોય છે. પ્રમાણભૂત દેશનાના ફળ તરીકે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી બાલાદિ જીવોની અપેક્ષાએ તે દેશના દ્રવ્યદેશના બને છે. કારણ કે જે; ફળની પ્રત્યે કારણ બનતું નથી તે અપ્રધાનદ્રવ્ય છે, ભાવ કે પ્રધાનદ્રવ્ય સ્વરૂપ નથી મનાતું. આથી સમજી શકાશે કે અયોગ્ય જીવોને અપાતી પ્રમાણભૂત દેશના અપ્રધાનદ્રવ્યદેશના-સ્વરૂપ હોવાથી અપ્રમાણ છે, પ્રમાણભૂત નથી. એની અપેક્ષાએ બાલાદિ જીવોને વ્યવહારપ્રધાનાદિ દેશના આપવાથી; તેમની બુદ્ધિને પરિકર્ષિત કરવા દ્વારા કાલાંતરે નયાંતરની વ્યુત્પત્તિ કરાવવાથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી નયપ્રધાન દેશના પણ પ્રમાણદેશના માટે યોગ્ય હોવાથી પ્રમાણભૂત છે. ૨-૨થી
એક પરિશીલન
૭e
Page #83
--------------------------------------------------------------------------
________________
બાલાદિ જીવોને એક નયની દેશના પણ જે રીતે આપવાની છે તે જણાવાય છે–
आदौ यथारुचि श्राव्यं ततो वाच्यं नयान्तरम् ।
ज्ञाते त्वेकनयेऽन्यस्मात् परिशिष्टं प्रदर्शयेत् ॥२-२८॥ आदाविति-आदौ प्रथमं । यथारुचि श्रोतृरुच्यनुसारिनयानुगुण्येन । श्राव्यं जिनवचनं । ततः स्वपारतन्त्र्यं बुद्धिपरिकर्मणां च श्रोतुर्ज्ञात्वा नयान्तरं वाच्यम् । अन्यस्मात् स्वव्यतिरिक्तात्त्वेकस्मिन्नये श्रोत्रा ज्ञाते सति परिशिष्टमज्ञातनयान्तरं प्रदर्शयेद् । अप्राप्तप्रापणगरीयस्त्वान्महतामारम्भस्य ॥२-२८।।
“શરૂઆતમાં શ્રોતાની રુચિ પ્રમાણેના નયને અનુકૂળ એવું શ્રી જિનવચન સંભળાવવું, ત્યાર પછી શ્રોતાને બીજા નયનું શ્રવણ કરાવવું. આ રીતે એક નયની વાત શ્રોતાએ જાણી લીધી હોય ત્યારે બાકીની બધી વાતો જણાવવી.” આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જ્યારે બાલાદિ શ્રોતા ધર્મશ્રવણ માટે ઉપસ્થિત થાય ત્યારે ધર્મદશકે સૌથી પ્રથમ શ્રોતાને જે નયમાં રુચિ હોય તે નયને અનુકૂળ એવી શ્રી જિનવચનની વાત કરવી. ત્યાર પછી શ્રોતા પોતાને પરતંત્ર થયો છે કે નહિ, તેમ જ તેની બુદ્ધિ પરિકર્મિત થઈ છે કે નહિ તે જાણીને પોતાના સિદ્ધાંતથી અતિરિક્ત એવા નયાંતરનું પ્રતિપાદન કરવું. આથી શ્રોતા એક નયનો જ્ઞાતા બને એટલે પછી શ્રોતાને જેનું જ્ઞાન નથી એવા બાકીના અજ્ઞાત નયાંતરોનું પ્રતિપાદન કરવું. કારણ કે મહાપુરુષોની પ્રવૃત્તિ; બીજાને જે અપ્રાપ્ત છે તેને પ્રાપ્ત કરાવનારી હોવાથી શ્રેષ્ઠ છે.
ધર્મના પરમતારક એવા ઉપદેશકાદિ મહાત્માઓ આપણને નહિ મળેલા જ્ઞાનાદિગુણોની પ્રાપ્તિ થાય એ માટે પ્રવૃત્તિ કરતા હોય છે. એ મુજબ પોતાની પાસે ઉપસ્થિત શ્રોતાને આકૃષ્ટ કરવા ધર્મોપદેશક તેની રુચિ પ્રમાણેના નયને અનુકૂળ શ્રી જિનવચનની દેશના આપે છે. શ્રોતા આકૃષ્ટ ન બને તો ધર્મના ઉપદેશકની વાત ઉપયોગપૂર્વક તે નહિ સાંભળે. અને શ્રોતાની બુદ્ધિ પરિકર્મિત બને નહિ તો તેને બીજા નયોની વાત સમજાશે નહિ. તેથી ધર્મોપદેશકે તે તે શ્રોતાને પ્રથમ તેની રુચિ મુજબ અને ત્યાર બાદ નવાંતરસાપેક્ષ એવું શ્રી જિનવચન સમજાવવું જોઈએ. આ રીતે આકૃષ્ટ શ્રોતા અને પરિકર્મિતબુદ્ધિવાળો શ્રોતા પરિશિષ્ટ અર્થશ્રવણ કરવા માટે યોગ્ય બને છે, જે; ક્રમે કરી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બને છે. ર-૨૮
મહાત્માઓનો કોઈ પણ કાર્યનો આરંભ અપ્રાપ્તની પ્રાપ્તિ કરાવવા માટે હોય છે તે વાતનું દષ્ટાંતથી સમર્થન કરાય છે–
संविग्नभाविता ये स्यु ये च पार्धस्थभाविताः । मुक्त्वा द्रव्यादिकं तेषां शुद्धोञ्छं तेन दर्शितम् ॥२-२९॥
૮૦
દેશના બત્રીશી
Page #84
--------------------------------------------------------------------------
________________
संविग्नेति-संविग्नभाविता बालाः पण्डिताश्च स्युः, पार्थस्थवासिता बालाः स्युः, तत्र पार्थस्थवासिता बाला आभिनिवेशिकाश्च बोध्याः । ये संविग्नभाविता बालास्तेऽपरिणता यथापरिणतिमजानाना द्रव्यादिकमविशेषतया एकान्तव्यवस्थानाः । तेन हेतुना । ये संविग्नभाविताः स्युः, ये च पार्श्वस्थभाविताः, तेषां द्रव्यादिकं मुक्त्वा । आदिना क्षेत्रादिग्रहः । शुद्धोञ्छं शुद्धपिण्डविधानं दर्शितं–“संविग्गभाविआणं लुद्धयदिटुंतभाविआणं च । मुत्तूण खित्तकालं भावं च कहिंति सुद्धंछ ।9।” इत्यादिना बृहत्कल्पादौ । अत्र हि संविग्नभावितान् प्रति द्रव्यादिकारणेष्वशुद्धस्यापि व्युत्पादनं, पार्श्वस्थभावितान् प्रति च शुद्धोञ्छविधेरेव तत्सार्थकमिति लभ्यते । इतरत्तु पिष्टपेषणतुल्यमिति ॥२-२९।।
“જેઓ સંવિગ્નોથી ભાવિત છે અને જેઓ પાર્શ્વસ્થથી ભાવિત છે તેમને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની વિવક્ષા કર્યા વિના શુદ્ધ પિંડ જ ગ્રહણ કરનારા પૂ. સાધુભગવંતો હોય છે-આ પ્રમાણે જણાવવાનું શાસ્ત્રમાં જણાવ્યું છે.” - આ પ્રમાણે ઓગણત્રીશમી ગાથાનો સામાન્ય અર્થ છે.
કહેવાનો આશય એ છે કે આ પૂર્વેના શ્લોકમાં જણાવ્યું છે કે અખાતને પ્રાપ્ત કરાવવા માટેનો કોઈ પણ મહાત્માઓનો કાર્યારંભ હોય છે. એ મુજબ ધર્મોપદેશકો શ્રોતાની રુચિ મુજબ શ્રી જિનવચનનું પુણ્યશ્રવણ કરાવીને તેની સ્વ-પરતંત્રતાને અને બુદ્ધિની પરિકર્મિતતાને જાણીને નયાંતરનું શ્રવણ કરાવે છે. આ વાતનું સમર્થન કરતાં આ શ્લોકમાં જણાવ્યું છે કે સંવિગ્ન અને પાર્થસ્થથી ભાવિત એવા શ્રોતાને દ્રવ્ય, ક્ષેત્ર વગેરેના કારણે ગ્રહણ કરાતા અશુદ્ધ પિંડને છોડીને માત્ર શુદ્ધ પિંડ જ પૂ. સાધુભગવંતોને ગ્રહણ કરવાનો છે – એ સમજાવવાનું શાસ્ત્રમાં જણાવ્યું છે.
મોક્ષની તીવ્ર અભિલાષાવાળા - સંવિગ્ન મહાત્માઓથી ભાવિત બાલજીવો અને પંડિતજીવો હોય છે. પાર્શ્વસ્થવાસિત બાલજીવો હોય છે અને તે અહીં અભિનિવેશવાળા સમજવા. સંવિગ્ન મહાત્માઓથી ભાવિત પણ પરિણત(પરિપક્વ) થયેલા ન હોવાથી તેઓ એમ જ માને છે કે પૂ. સાધુભગવંતોએ શુદ્ધ જ પિંડ ગ્રહણ કરવો જોઈએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને તેઓ સંયોગવિશેષમાં અશુદ્ધ પણ પિંડને લઈ શકે છે એ વાતને તેઓ જાણતા નથી. દહીં વગેરે વિશિષ્ટ દ્રવ્ય; અટવી વગેરે ક્ષેત્ર; દુષ્કાળાદિ કાળ અને રોગાદિ ભાવવિશેષને લઈને પૂ. સાધુભગવંતોને અશુદ્ધ પિંડ ગ્રહણ કરવાનો નિષેધ નથી - આ વાત સંવિન્રભાવિત એવા અપરિણત શ્રોતાને ખ્યાલમાં ન હોવાથી તેની રુચિ અનુસાર તેને શુદ્ધ પિંડની ઉપાદેયતા સમજાવવી. કારણ કે તેઓ દ્રવ્યાદિની વિશેષતાને ધ્યાનમાં લીધા વિના એકાંતે શુદ્ધ જ પિંડ પૂ. સાધુભગવંતે ગ્રહણ કરવો જોઈએ - એવું માને છે. તેથી તેમને તેમની રુચિ અનુસાર તે સમજાવવું. આ રીતે “ગાવી યથાવિ શ્રાવ્ય આનું સમર્થન થયું. હવે તો વાવ્યં નાન્દરમ્ આનું સમર્થન કરાય છે.
આશય એ છે કે શ્રોતાને જે વસ્તુની ખબર નથી તે વસ્તુ પણ અવસરે તેને જણાવવાની છે. પાર્થસ્થ(સાધુપણાના આચારમાં શિથિલ)થી ભાવિત એવા અભિનિવેશવાળા શ્રોતાને
એક પરિશીલન
૮૧
Page #85
--------------------------------------------------------------------------
________________
પાર્થસ્થોએ એવું સમજાવ્યું હોય છે કે પૂ. સાધુભગવંતોને વહોરાવવાથી બહુ લાભ મળે છે. શિકારી જેમ શિકાર(મૃગાદિ)ની પાછળ પડે છે તેમ ગૃહસ્થોએ પૂ. સાધુભગવંતોને ગમે તે રીતે વહોરાવવું જોઈએ. પાર્થસ્થોના આવા પરિચયના કારણે અને પોતાના અભિનિવેશના કારણે એ શ્રોતાને બીજી વાતનું કોઈ જ જ્ઞાન હોતું નથી. તેથી આવા પાર્શ્વસ્થભાવિત શ્રોતાને; પૂ. સાધુભગવંતોએ શુદ્ધ પિંડ જ ગ્રહણ કરવો જોઇએ આ વાત જ સમજાવવી. પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને અશુદ્ધ પિંડ પણ લઈ શકાય છે – એ વાત ન સમજાવવી : આ પ્રમાણે શ્રી બૃહત્કલ્પમાં જણાવ્યું છે. ત્યાં ફરમાવ્યું છે કે સંવિગ્નભાવિત અને શિકારીના દૃષ્ટાંતથી ભાવિત(પાસ્થથી ભાવિત અભિનિવેશી) શ્રોતાને ક્ષેત્ર, કાળ અને ભાવ (તેમ જ દ્રવ્ય)ને છોડીને (અર્થાત્ તેને લઈને અશુદ્ધ પિંડ ગ્રહણ કરવાની વાતને છોડીને) શુદ્ધ જ પિંડ જણાવવો. અહીં સમજી લેવું જોઇએ કે સંવિગ્નભાવિત શ્રોતાઓને તેમની રુચિ મુજબ શુદ્ધ પિંડ જણાવ્યા પછી દ્રવ્યાદિ કારણે અશુદ્ધ પિંડ પણ પૂ. સાધુભગવંતો લઈ શકે છે - એ જણાવવું. પાર્થસ્થભાવિત શ્રોતાઓને તો, શુદ્ધપિંડ જ ગ્રહણ કરવાનો છે - તે જણાવવું. આનાથી બીજું જણાવવાનું પિષ્ટપેષણ (પીસેલાને પીસવું) જેવું નિરર્થક છે. કારણ કે સંવિ અને પાર્થસ્થથી ભાવિત તે તે શ્રોતાને; અનુક્રમે શુદ્ધ અને અશુદ્ધ પિંડ પૂ. સાધુભગવંતો ગ્રહણ કરી શકે છે – એની જાણ છે જ. તેથી તે જણાવવાનું અર્થહીન છે. કારણ કે મોટાઓનો પ્રયાસ અપ્રાપ્તની પ્રાપ્તિ માટેનો હોય છે. તાર-૨
ઉપર જણાવ્યા મુજબ સંવિગ્નભાવિતાદિ માટે જે રીતે દેશના આપવાની, તે જણાવ્યું. હવે જો શ્રોતા કુનયાદિની દેશનાથી ભાવિત હોય અને અભિનિવેશવાળો હોય તો શું કરવું તે જણાવાય છે
दुर्नयाभिनिवेशे तु तं दृढं दूषयेदपि ।
दुष्टांशच्छेदतो नाझी दूषयेद् विषकण्टकः ॥२-३०॥ दुर्नयेति-परस्य कुदेशनया दुर्नयाभिनिवेशे त्वेकान्तग्रहरूपे ज्ञाते । तं दुर्नयं । दृढं दूषयेदपि । यतो दुष्टांशस्य छेदतो विषकण्टकोऽङ्घी न दूषयेदेवमिहापि दुर्नयलवच्छेदे द्वावपि नयौ सुस्थिता-ववतिष्ठेते इति । न चैवमितरांशप्रतिक्षेपादुनयापत्तिस्तस्य प्रकृतनयदूषणातात्पर्येण नयान्तरप्राधान्य-ग्राहकत्वेन परेषां तर्कवदनुग्राहकत्वेन तत्र तत्र व्यवस्थितत्वात् । निर्णीतमेतन्नयरहस्ये ॥२-३०॥
“એકાંતગ્રહસ્વરૂપ દુર્નયનો અભિનિવેશ હોય તો તે દુર્નયને દઢતાપૂર્વક દૂષિત કરવો જોઇએ. કારણ કે દુશંશના છેદનથી વિષકંટક પગને પીડા પહોંચાડતો નથી.” - આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે - કુદેશના(પરસ્થાનદેશના ઉન્માર્ગદશનાદિ)ના શ્રવણના કારણે શ્રોતાને દુર્નય(દુષ્ટન-નયાભાસ)માં અભિનિવેશ છે- એવું
૮૨
દેશના બત્રીશી
Page #86
--------------------------------------------------------------------------
________________
જણાય તો તે દુર્નયામાં દૃઢતાપૂર્વક દૂષણ બતાવવાં. કારણ કે દુષ્ટાંશના ઉચ્છેદથી જેમ ઝેરી કાંટો પગને વિષની બાધાથી દૂષિત કરતો નથી તેમ અહીં પણ તે દુર્નયના દુષ્ટ અંશનો છેદ કરવાથી બંને નયો સુસ્થિત થાય છે. ધર્મોપદેશક જે વાત જણાવે છે તે એક નય અને શ્રોતા જે સમજે છે તેમાંના દુષ્ટ અંશથી રહિત જે વાત છે તે બીજો નય : આ બંન્ને નયો સુસ્થિત બને છે.
જોકે આ રીતે દુર્નયના દુષ્ટ અંશનો ઉચ્છેદ કરવાથી ઇતરાંશનો પ્રતિક્ષેપ કરવાના કારણે પોતાના નયમાં દુર્નયત્વનો પ્રસંગ આવશે. કારણ કે નય, બીજા નયનો પ્રતિક્ષેપ કરનારા નથી હોતા. બીજા નયનો પ્રતિક્ષેપ કરનારા નયને દુર્નય કહેવાય છે. પરંતુ પ્રકૃતિસ્થળે દુર્નયને દૂષિત કરવાનું તાત્પર્ય ન હોવાથી કોઈ દોષ નથી. આશય એ છે કે દુર્નયનાં દૂષણ બતાવતી વખતે એ નયમાંના દુષ્ટ અંશનો જ ઉચ્છેદ કરવાનું તાત્પર્ય છે. એમ કરવાથી દુર્નયના દુષ્ટ અંશનો નાશ થવાથી તે સુનય બને છે અને નયાંતરની વાતનું વ્યવસ્થાપન થાય છે. અન્યદર્શનકારોની એકાંતવાદની કુદેશનાથી જેને એકાંતે નિત્યત્વ કે એકાંતે અનિત્યત્વનો અભિનિવેશ છે, એવા શ્રોતાને એકાંતવાદની માન્યતામાં દઢતાપૂર્વક દૂષણ બતાવવાથી શ્રોતાને, અભિનિવેશનો નાશ થવાથી અન્યદર્શનકારની વાત કેટલા અંશમાં સાચી છે - એનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. અને સાથે સાથે ધર્મોપદેશક - પૂ. ગુરુભગવંતે જણાવેલી સ્વદર્શનની (જૈન દર્શનની) વાતની પારમાર્થિકતાનો પણ ખ્યાલ આવી જાય છે. આ રીતે દુર્નયના દુષ્ટ અંશનો ઉચ્છેદ કરવાથી નયાંતરનું પ્રાધાન્ય ગ્રહણ કરાવી શકાય છે, તેથી દુર્નયત્વનો પ્રસંગ આવતો નથી. ન્યાયદર્શનાદિમાં તર્ક અયથાર્થજ્ઞાનરૂપ હોવા છતાં અનુમાનમાં વ્યભિચારશંકાની નિવૃત્તિ કરાવવા દ્વારા અનુમાન-પ્રામાણ્યનો અનુગ્રાહક હોવાથી તર્કની પ્રામાણ્યોપયોગિતાદિ જેમ મનાય છે તેમ અહીં પણ દુર્નયના દુષ્ટાંશનો પ્રતિક્ષેપ હોવા છતાં પ્રકૃતનમાં દુર્નયત્વનો પ્રસંગ આવતો નથી. એક નય બીજા નયનો પ્રતિક્ષેપ કરે ત્યારે નયાંતરને દૂષિત બનાવવાનું તાત્પર્ય હોય અને નયાંતરના પ્રાધાન્યનું ગ્રાહકત્વ ન હોય તો પ્રતિક્ષેપ કરનાર નયમાં દુર્નયત્વનો પ્રસંગ આવે છે. તર્કની અનુગ્રાહકતાદિનું સ્વરૂપ ન્યાયની પરિભાષાને સમજનારા સારી રીતે સમજી શકે છે. ન્યાયની પરિભાષાના જેઓ સાવ જ અજાણ છે; તેમને ઉપર જણાવેલી વિગત સમજવાનું અઘરું છે. સ્થૂલ દષ્ટિએ ઉપર જણાવેલી વિગત સમજવી હોય તો એ રીતે સમજવી જોઇએ કે બહારથી જોતાં એમ લાગે કે પ્રવૃત્તિ દુષ્ટ છે, પરંતુ તેની પાછળનો ઉદ્દેશ ઉપર જણાવ્યા મુજબ નયાંતરના પ્રાધાન્યના વ્યવસ્થાપનનો હોય. આવા સ્થળે કોઈ જ દોષ નથી. ઉદ્દેશ નિર્દોષ હોય તો પ્રવૃત્તિની દુષ્ટતાનો વિચાર કરવાની આવશ્યકતા નથી. સત્યનો અસ્વીકાર : એ નયાંતરની દુર્નયતાનું બીજ છે. અસત્યાંશને દૂર કરવાથી દુર્નયતાનો પ્રસંગ આવતો નથી. નયરહસ્યમાં ગ્રંથકારશ્રીએ આ વિષયનો નિર્ણય કર્યો છે. વિશેષ જિજ્ઞાસુઓએ તે ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ. //ર-૩ના
એક પરિશીલન
Page #87
--------------------------------------------------------------------------
________________
પ્રકરણાર્થનો ઉપસંહાર કરતાં વાસ્તવિક-ધમેદશના-પ્રદાતા પૂ. ગીતાર્થભગવંતોની સ્તવના કરાય છે
जानाति दातुं गीतार्थो य एवं धर्मदेशनाम् ।
कलिकालेऽपि तस्यैव प्रभावाद् धर्म एधते ॥२-३१॥ નાનાતીતિ–વ્ય: ર-રૂા.
“આ પ્રમાણે બાલાદિ જીવોને તેમની તેમની યોગ્યતા મુજબ ધર્મદેશના આપવાનું જે પૂ. ગીતાર્થ ગુરુભગવંત જાણે છે, તેમના જ પ્રભાવથી કલિકાલમાં પણ ધર્મ શોભે છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટ છે.
શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલા પરમતારક ધર્મનો પ્રસાર દરેક ભવ્યાત્માઓના હૃદય સુધી કરવા માટે ધમદશના વિના બીજો કોઈ ઉપાય નથી. એ પરમતારક ધર્મદિશના આપવાનો અધિકાર માત્ર પૂ. ગીતાર્થ ગુરુભગવંતને છે. પૂ. ગીતાર્થ ગુરુભગવંત દેશના આપવાના વિધિના જાણકાર હોવા જોઈએ. તેઓશ્રીના અચિંત્ય સામર્થ્યથી કલિકાલમાં પણ ધર્મ દીપે છે. શ્લોકમાં જણાવેલી આ વાત નિરંતર વિચારવી જોઈએ. શ્રી વીતરાગસ્તવમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે શ્રદ્ધાસંપન્ન શ્રોતા હોય અને સુંદર બુદ્ધિમાન વક્તા હોય તો એ બંન્નેના યોગે કલિકાલમાં પણ ભગવાનના શાસનનું સામ્રાજ્ય એકછત્રી બની જાય.
વર્તમાનની છિન્ન-ભિન્ન પરિસ્થિતિનું મુખ્ય કારણ આજની દેશના-પદ્ધતિ છે. ઉપર જણાવ્યા મુજબની શાસ્ત્રીય રીતે દેશના આપવાનું જયારથી બંધ થયું; ત્યારથી આજની વેરવિખેર સ્થિતિની શરૂઆત તો થઈ જ ગયેલી. મન બદલાય એટલે પ્રવૃત્તિ બદલાવાની જ. મોક્ષનું અર્થીપણું નાશ પામે એટલે બધું જ નષ્ટ છે. મોક્ષની સાધનાનો એ (મોક્ષનું અર્થીપણું) તો પ્રાણ હતો. એના નાશ પછી શું બચવાનું હતું?
જે ગીતાર્થ પૂ. ગુરુભગવંતો, કલિકાલજેવા ખરાબ કાળમાં પણ ધર્મને દીતિમાન રાખી શકે છે, એમાં એકમાત્ર આ ધર્મદેશનાનો જ પ્રભાવ છે. શાસ્ત્રીય રીતે દેશના આપવાનું કાર્ય બધા જ ધર્મદશકો કરે તો ચોક્કસ જ ધર્મનો વાસ્તવિક પ્રભાવ વધ્યા વિના નહિ રહે. શ્લોકમાં જણાવ્યા મુજબ ધર્મદેશના, શાસ્ત્રીય રીતે જ પૂ. ગીતાર્થ ગુરુભગવંતોએ જ આપવી જોઇએ. અન્યથા ધમેદશનાથી ધર્મની વૃદ્ધિ નહીં થાય - એ ભૂલવું ના જોઇએ. ર-૩૧
શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના એકમાત્ર પ્રભાવક એવા પૂ. ગીતાર્થ ગુરુભગવંતને નમસ્કાર કરી આ પ્રકરણનું સમાપન કરાય છે–
८४
દેશના બત્રીશી
Page #88
--------------------------------------------------------------------------
________________
गीतार्थाय जगज्जन्तुपरमानन्ददायिने । मुनये भगवद्धर्मदेशकाय नमो नमः ॥२-३२॥
તાર્યાતિ–વ્ય: રિ-રૂરી
જગતના જીવોને પરમાનંદ આપનારા અને ભગવાન શ્રી જિનેશ્વર દેવોએ પ્રરૂપેલા ધર્મની દેશનાને આપનારા ગીતાર્થ મુનિભગવંતને નમસ્કાર હો...! નમસ્કાર હો...! - આ પ્રમાણે બત્રીશમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પૂ. ગીતાર્થ મુનિભગવંતો શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા જ પરમતારક ધર્મની દેશના આપે છે. એ પરમતારક દેશના દ્વારા તેઓશ્રી જગતના જીવોને પરમાનંદનું પ્રદાન કરે છે.
શ્રી તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલા પરમતારક ધર્મની દેશનાને છોડીને બીજું કોઈ એવું સાધન નથી કે જેથી વાસ્તવિક પરમાનંદ પ્રાપ્ત કરી શકાય. અનંતદુઃખમય આ સંસારમાં સુખનો લેશ પણ નથી. પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારાં પૌલિક સુખો પણ પરિણામે દુઃખરૂપ હોવાથી વસ્તુતઃ એ દુઃખસ્વરૂપ છે. આધિ, વ્યાધિ અને ઉપાધિથી સંતપ્ત સમસ્ત જગતના ત્રિવિધ તાપને દૂર કરી પરમાનંદનો અનુભવ કરાવનારી પરમતારક ધમદશના છે. દુઃખમાં દુઃખ ભુલાવી દે અને સુખ યાદ આવે નહિ: એ રીતે પરમાનંદનો અનુભવ ધર્મદશનાના પુણ્યશ્રવણથી થાય છે. આ પ્રમાણે પૂ. ગીતાર્થ મુનિભગવંતો ભગવાને પ્રરૂપેલા ધર્મની દેશનાને આપવા દ્વારા જગતના જીવોને પરમાનંદનું પ્રદાન કરે છે. આવા પરમતારક પૂ. ગીતાર્થ ગુરુભગવંતની ધર્મદશનાના શ્રવણથી આપણે પણ પરમ આનંદનો અનુભવ કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા. ર-૩રા
ને રૂતિ રેશના-દાર્જિરિશા अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
એક પરિશીલન
Page #89
--------------------------------------------------------------------------
________________
| अथ मार्गद्वात्रिंशिका प्रारभ्यते
देशनया मार्गो व्यवस्थाप्य इति तत्स्वरूपमिहोच्यते
બીજી દેશના-દ્વાર્નાિશિકામાં દેશનાવિધિનું વર્ણન કર્યું. હવે એ પરમતારક દેશનાથી જે માર્ગનું વ્યવસ્થાપન કરાય છે તે માર્ગનું સ્વરૂપ જણાવાય છે–
मार्गः प्रवर्तकं मानं शब्दो भगवतोदितः ।
संविग्नाशठगीतार्थाचरणं चेति स द्विधा ॥३-१॥ मार्ग इति-प्रवर्तकं स्वजनकेच्छाजनकज्ञानजननद्वारा प्रवृत्तिजनकं । मानं प्रमाणं । स च भगवता सर्वज्ञेनोदितो विधिरूपः शब्दः । संविग्नाः संवेगवन्तो अशठा अभ्रान्ता गीतार्थाः स्वभ्यस्तसूत्रार्थास्तेषामाचरणं चेति द्विधा विधेरिव शिष्टाचारस्यापि प्रवर्तकत्वात् । तदिदमाह धर्मरलप्रकरणकृद्–“मग्गो आगमणीई अहवा संविग्गबहुजणाइण्णं त्ति ।।३-१।।
પ્રવર્તક પ્રમાણને માર્ગ કહેવાય છે. શ્રી સર્વજ્ઞ ભગવંતનો શબ્દ અને સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થ પુરુષોનું આચરણ : એ બે રીતે માર્ગ બે પ્રકારનો છે.” - આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે બાલ, મધ્યમ અને પંડિત જનોને તેમના માટે ઉચિત એવી દેશના આપવા દ્વારા શુદ્ધસંયમની પ્રાપ્તિ કરાવવા માટે ધર્મદશકનો પ્રયત્ન હોય છે. શુદ્ધ સંયમના ઉપાયને માર્ગ કહેવાય છે. અહીં પ્રવર્તક એવા પ્રમાણને માર્ગ તરીકે વર્ણવ્યું છે. ઈષ્ટની પ્રાપ્તિ માટે જે પ્રવૃત્તિ કરાવે છે તે પ્રવર્તક છે. ઈષ્ટવસ્તુને પ્રાપ્ત કરવાના ઉપાયનું જ્ઞાન થાય એટલે તે ઉપાયને પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય અને એ ઇચ્છા ઇષ્ટ વસ્તુના ઉપાયમાં પ્રવૃત્તિ કરાવે છે. આ રીતે સમજી શકાય છે કે પ્રવૃત્તિની પ્રત્યે ઇચ્છા કારણ છે. અને ઈચ્છાની પ્રત્યે જ્ઞાન કારણ છે. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિના ઉપાયોનું જ્ઞાન કરાવનાર પ્રમાણ પ્રવર્તક છે. પ્રવૃત્તિજનક (ઉત્પન્ન કરનાર) જે ઇચ્છા; એ ઇચ્છાનું જનક જે જ્ઞાન; તે જ્ઞાનને ઉત્પન્ન કરવા દ્વારા જે પ્રવૃત્તિને ઉત્પન્ન કરે છે; તેને પ્રવર્તક કહેવાય છે. આવું પ્રવર્તક જે પ્રમાણ છે; તેને માર્ગ કહેવાય છે, જે શુદ્ધસંયમના ઉપાય સ્વરૂપ છે. એ માર્ગના આસેવનથી આત્માને શુદ્ધસંયમની પ્રાપ્તિ થાય છે.
આ માર્ગ બે પ્રકારનો છે. શ્રી સર્વજ્ઞભગવંતે કહેલો વિધિસ્વરૂપ શબ્દ માર્ગ છે અને સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થમહાત્માઓનું આચરણ પ્રમાણ-માર્ગ છે. આશ્રવ (પ્રાણાતિપાતાદિ કર્મબંધકારણ)નો ત્યાગ કરવો જોઈએ અને સંવર(તપ વગેરે)નું ઉપાદાન કરવું જોઇએ. ઇત્યાદિ વિધિસ્વરૂપ શબ્દો(વચનો) શ્રી સર્વશભગવંતે કહેલા છે. એ વચનોથી ઉપર જણાવ્યા મુજબ જ્ઞાન થવાથી આશ્રવના ત્યાગની અને સંવરના ઉપાદાનની ઇચ્છા થાય છે, જેથી આત્મા આશ્રવના
૮૬
માર્ગ બત્રીશી
Page #90
--------------------------------------------------------------------------
________________
ત્યાગમાં અને સંવરના ઉપાદાનમાં પ્રવૃત્ત થાય છે અને તેથી ક્રમે કરી આત્માને શુદ્ધસંયમની પ્રાપ્તિ થાય છે. આવી રીતે શ્રી સર્વજ્ઞપરમાત્માનો શબ્દ પ્રવર્તક બનતો હોવાથી તે માર્ગ છે.
સંવેગ(મોક્ષ પ્રાપ્ત કરવાનો તીવ્ર અભિલાષ)વંત આત્માને સંવિગ્ન કહેવાય છે. અબ્રાંત (ભ્રમથી રહિત) જનોને અશઠ કહેવાય છે. અને સારી રીતે સૂત્ર અને અર્થનો અભ્યાસ જેઓએ કર્યો છે; તેઓ ગીતાર્થ છે. મોક્ષની તીવ્ર અભિલાષા હોવા છતાં અને ભ્રાંતાવસ્થા ન હોવા છતાં સૂત્ર-અર્થનું જ્ઞાન ન હોવાથી અગીતાર્થ આત્માઓનું આચરણ પ્રમાણ મનાતું નથી. સૂત્રાર્થનું સારી રીતે જ્ઞાન હોય અને ભ્રમથી રહિત હોય તોપણ મોક્ષની અભિલાષા ન હોવાથી અસંવિગ્નોનું આચરણ પ્રમાણ મનાતું નથી. કારણ કે મોક્ષનો આશય ન હોવાથી આચરણનો ઉદ્દેશ ઉચિત નથી. તેમ જ મોક્ષની તીવ્ર અભિલાષા હોય અને સારી રીતે સૂત્ર તથા અર્થનો અભ્યાસ પણ કર્યો હોય તોપણ ભ્રાંત (કોઈ પૂર્વગ્રહાદિ દોષના કારણે અર્થ કરતી વખતે ભ્રમ થયો છે જેમને એવા) જનોનું આચરણ પ્રમાણ નથી. અશઠ, સંવિગ્ન અને ગીતાર્થ એવા એક-બે આત્માઓને અનુપયોગાદિના કારણે વિપરીત આચરણ થવાનો સંભવ હોવાથી સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા ઘણા આત્માઓનું જ આચરણ પ્રમાણ છે – આ વસ્તુને જણાવવા વિનાશનાર્થાવરણમ્ અહીં સંવિનાશકતાર્થનામાવરમ્ - આ પ્રમાણે બહુવચનની વિવક્ષા કરી છે.
શ્રી સર્વજ્ઞભગવંતના પરમતારક વચનથી જેમ પ્રવૃત્તિ થાય છે તેમ સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા શિષ્ટ જનોના આચારથી પણ ઇષ્ટોપાયમાં પ્રવૃત્તિ થાય છે. શિષ્ટ જનોની તે તે પ્રવૃત્તિને જોઈને તે તે પ્રવૃત્તિ કરવા જેવી છે – એવું જ્ઞાન થાય છે અને તેથી શિષ્ટોની પ્રવૃત્તિને જોનારા તે તે પ્રવૃત્તિ કરે છે. શ્રી સર્વજ્ઞપરમાત્માના વિધિ - સ્વરૂપ શબ્દોની જેમ શિષ્ટ જનોનો આચાર પણ પ્રવર્તક હોવાથી માર્ગ છે. આ રીતે માર્ગ બે પ્રકારનો છે. આ જ વાત શ્રી ધર્મરત્નપ્રકરણમાં જણાવી છે. “મો શામળારું.” આ ૮૦મી ગાથાના પૂર્વાદ્ધમાં જણાવ્યું છે કે આગમની નીતિ માર્ગ છે અને સંવિગ્ન એવા ઘણા આત્માઓનું આચરણ માર્ગ છે. શ્રી વિતરાગપરમાત્માના પરમતારક વચનને આગમ કહેવાય છે. તેની નીતિ ઉત્સર્ગ અને અપવાદ સ્વરૂપ છે; જે શુદ્ધસંયમના ઉપાય સ્વરૂપ છે; તે માર્ગ છે. અથવા સંવિગ્ન બહુ જનોએ આચરેલું માર્ગ છે... ધર્મરત્નપ્રકરણમાં ખૂબ જ સ્પષ્ટપણે માર્ગનું સ્વરૂપ વર્ણવ્યું છે. વિસ્તારથી જાણવાના અર્થીએ ત્યાંથી જાણી લેવું. અહીં એ વાત સંક્ષેપથી જણાવી છે. ૩-૧
શ્રી સર્વજ્ઞપરમાત્માએ કહેલો વિધિસ્વરૂપ શબ્દ માર્ગ છે. પરંતુ સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ આત્માઓનું આચરણ પણ માર્ગ છે -એ માનવાનું બરાબર નથી, કારણ કે વાક્યાર્થ-જ્ઞાનાદિના ક્રમે ભાવનાજ્ઞાનમાં પ્રધાનપણે આજ્ઞાનું જ પ્રામાણ્ય વર્ણવ્યું છે. આજ્ઞાના પ્રામાણ્યથી જદરેક અનુષ્ઠાનોનું પ્રામાણ્ય વ્યવસ્થિત છે. શિષ્ટાચારની પ્રામાણિકતા પણ શ્રી સર્વજ્ઞપરમાત્માના શબ્દની
એક પરિશીલન
Page #91
--------------------------------------------------------------------------
________________
પ્રામાણિકતાને લઇને છે. તેથી સ્પષ્ટ છે કે શ્રી સર્વજ્ઞપરમાત્માનો શબ્દ જ માર્ગ છે. શિષ્ટાચારને માર્ગ માનવાની આવશ્યકતા નથી... આવી શંકાના સમાધાનમાં જણાવાય છે–
द्वितीयानादरे हन्त प्रथमस्याप्यनादरः ।
जीतस्यापि प्रधानत्वं साम्प्रतं श्रूयते यतः ॥३-२॥ द्वितीयेति-द्वितीयस्य शिष्टाचरणस्य अनादरे प्रवर्तकत्वेनानभ्युपगमे । हन्त प्रथमस्यापि भगवद्वचनस्यापि अनादर एव । यतो जीतस्यापि साम्प्रतं प्रधानत्वं व्यवहारप्रतिपादकशास्त्रप्रसिद्धं श्रूयते । तथा च जीतप्राधान्यानादरे तत्प्रतिपादकशास्त्रानादराव्यक्तमेव नास्तिकत्वमिति भावः ॥३-२॥
“શિષ્ટાચરણને પ્રવર્તક તરીકે આદરવામાં ન આવે તો શ્રી સર્વજ્ઞપરમાત્માના વચનનો પણ વસ્તુતઃ અનાદર જ થાય છે. કારણ કે વર્તમાનમાં જીતાચારનું પણ પ્રાધાન્ય પ્રસિદ્ધ છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી સર્વજ્ઞ ભગવાનનો શબ્દ અને સંવિગ્નાશઠ એવા ગીતાર્થપુરુષોનું આચરણ (શિષ્ટાચરણ) : આ બે પ્રકારના માર્ગમાં બીજા શિષ્ટાચારને માર્ગ તરીકે માનવામાં ન આવે તો ખરી રીતે પ્રથમ શ્રી સર્વજ્ઞભગવંતના શબ્દને પણ માર્ગ માનવામાં આદર રહેતો નથી. કારણ કે આગમવ્યવહાર; શ્રુતવ્યવહાર અને ધારણાવ્યવહારાદિ વ્યવહાર પ્રતિપાદક શાસ્ત્રમાં જીતવ્યવહારનું પણ પ્રાધાન્ય વર્ણવેલું છે. આમ છતાં જીતવ્યવહાર - શિષ્ટાચરણ(સંવિગ્ન, અશઠ, ગીતાર્થમહાત્માઓનું આચરણ)ના પ્રાધાન્યનો આદર ન કરીએ તો જીતવ્યવહારના પ્રાધાન્યને જણાવનારા શાસ્ત્રનો અનાદર સહજ રીતે જ થઈ જાય છે. અને તેથી શાસ્ત્રનો અનાદર કરવા સ્વરૂપ નાસ્તિકતા પ્રગટ રીતે પ્રાપ્ત થાય છે, જે મિથ્યાત્વનું લિંગ છે.
મિથ્યાત્વ, ખૂબ જ ભયંકર કોટિનું પાપબંધનું કારણ છે. મિથ્યાત્વના કારણે બંધાતા પાપની તીવ્રતાનો ખ્યાલ ન હોય તો તેના કારણે થતા કર્મબંધને નિવારવાનું શક્ય નહિ બને. નાસ્તિકતા બધા જ પાપનું મૂળ છે. શ્રી સર્વજ્ઞભગવંતના વચનનો અનાદર કયું પાપ નહિ કરાવેએ એક પ્રશ્ન છે. ખરી રીતે આગમ પ્રત્યે અનાદર કરવાનું કોઈ જ કારણ નથી. તેથી વ્યવહારનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રમાં જણાવ્યા મુજબ જીતવ્યવહાર સ્વરૂપ શિષ્ટાચરણને પણ પ્રમાણમોક્ષમાર્ગ માનવો જોઇએ.
અહીં યાદ રાખવું જોઇએ કે – ગમે તેના આચરણનું પ્રમાણ માનવાની વાત નથી. પણ સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા મહાત્માઓના જ આચરણનું પ્રમાણ માનવાની વાત છે. સંવિગ્ન અશઠ અને ગીતાર્થ કોને કહેવાય છે એનું નિરૂપણ સ્પષ્ટપણે શાસ્ત્ર કરેલું જ છે. એ મુજબ જ આચરણને મોક્ષમાર્ગ તરીકે માનવાનું ઉચિત છે. દસ-વીસ જણા ભેગા થઈ પોતાની જાતને ગીતાર્થ સંવિગ્ન માની, શાસ્ત્રનિરપેક્ષ નિર્ણયો કરે અને એને માર્ગ સ્વરૂપે પ્રમાણભૂત
માર્ગ બત્રીશી
Page #92
--------------------------------------------------------------------------
________________
દર્શાવે ? એની અહીં વાત નથી. આજની વર્તમાન સ્થિતિમાં નવા માર્ગને સ્થાપન કર્યા વિના શાસ્ત્રીય પ્રણાલિકાનું વ્યવસ્થાપન કરવામાં આપણા સૌનું હિત છે. માર્ગ તો સુનિશ્ચિત છે; એ માર્ગે ક્યારે ચાલવું છે – એનો જ નિશ્ચય કરવાની આવશ્યકતા છે. અચિંત્ય પુણ્યપ્રભાવે પ્રાપ્ત થયેલા પરમતારક માર્ગની આરાધના કરવાની શક્તિ હોવા છતાં એ માર્ગને છોડીને નવો માર્ગ સ્થાપવાની પ્રવૃત્તિ સ્વ-પરના હિતનું કારણ નહિ બને. (૩-રા
સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા મહાત્માઓના આચરણને જોઈને તે મુજબ પ્રવૃત્તિ કરનારા; “એકે કર્યું માટે બીજાએ કર્યું - આ નીતિથી પ્રવૃત્તિ કરતા હોવાથી તે એક રીતે અંધપરંપરા છે. કારણ કે એ વખતે કોઈ જ્ઞાન નથી... આવી શંકાનું નિરાકરણ કરાય છે
अनुमाय सतामुक्ताचारेणागममूलताम् ।
पथिप्रवर्तमानानां शङ्कया नान्धपरम्परा ॥३-३॥ अनुमायेति - उक्ताचारेण संविग्नाशठगीतार्थाचारेण । आगममूलतामनुमाय । सतां मार्गानुसारिणां । पथि महाजनानुयातमार्गे । प्रवर्तमानानामन्धपरम्परा न शङ्कनीया । इत्थं चात्रागमबोधितेष्टोपायताकत्वमेवानुमेयम्, आगमग्रहणं चान्धपरम्पराशङ्काव्युदासायेति नागमकल्पनोत्तरं विध्यर्थबोधकल्पनाद्वारव्यवधानेन प्रवर्तकतायाः शब्दसाधारण्यक्षतिः, अप्रत्यक्षेणागमेन प्रकृतार्थस्य बोधयितुमशक्यत्वाद्, व्यवस्थितस्य चानुपस्थितेः सामान्यत एव तदनुमानात् । तदिदमुक्तं-“आयरणा वि हु आणत्ति ।” वस्तुत उपपत्तिकेन शिष्टाचारेणैव विध्यर्थसिद्धावागमानुमानं भगवद्बहुमानद्वारा समापत्तिसिद्धये इति द्रष्टव्यम् ।।३-३।।
“સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થમહાત્માઓના આચરણથી આગમમૂલકતાનું અનુમાન કરીને માર્ગે પ્રવર્તનારા માર્ગાનુસારી આત્માઓની તે તે પ્રવૃત્તિમાં અંધપરંપરાની શંકા નહિ કરવી જોઈએ.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા શિષ્ટ જનોનું આચરણ જોઇને “એકે કર્યું માટે બીજાએ કર્યું અને બીજાએ કર્યું માટે ત્રીજાએ કર્યું. આ રીતે જડતાપૂર્વક કોઈ પણ આચરણ કરાય તો અંધપરંપરાની શંકા ઉચિત જ છે. પરંતુ તેવા પ્રકારના શિષ્ટ પુરુષોના આચરણમાં આગમમૂલકતાનું અનુમાન કરીને (એ આચરણને આગમમૂલક માનીને) એ આચરણથી, મહાજનો દ્વારા અનુસરાયેલા માર્ગમાં પ્રવૃત્તિ કરનારા માર્ગનુસારી - સપુરુષો માટે “અંધપરંપરા'ની શંકા કરવાનું ઉચિત નથી.
“આ આચરણ આગમમૂલક છે. કારણ કે તે સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા શિષ્યોએ આચર્યું છે.” - આ પ્રમાણે શિષ્ટોના આચરણમાં આગમમૂલકતાનું અનુમાન કરીને શિષ્ટોના આચરણથી પ્રવૃત્તિ કરનારને “અંધપરંપરાનો દોષ નથી. પરંતુ માત્ર આગમમૂલકતાનું અનુમાન કરીને શિષ્ટ પુરુષોના આચરણથી અન્ય લોકો તે આચરણમાં પ્રવૃત્તિ નહિ કરી શકે, કારણ કે પ્રવૃત્તિની પ્રત્યે ઈષ્ટસાધનતાનું જ્ઞાન કારણ છે. આગમમૂલકત્વનું જ્ઞાન થયા પછી પણ ઈષ્ટસાધનતાનું
એક પરિશીલન
૮૯
Page #93
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન નહિ હોય તો આગમમૂલક પણ આચરણમાં પ્રવૃત્તિ નહિ થાય. તેથી શ્લોકમાંના ગામમૂત્રતાનનુમાપ આ પદોનો અર્થ સ્પષ્ટ કરાય છે - ત્યં વાત્ર ઇત્યાદિ ગ્રંથથી. આશય સ્પષ્ટ છે કે શિષ્ટપુરુષો જે આચરણ કરે છે તે આગમમાં જણાવેલા ઈષ્ટનું સાધન છે. દા.ત. સંયમનું પાલન. શિષ્ટજનો સંયમપાલનાદિ જે અનુષ્ઠાન કરે છે તે ઇષ્ટનાં સાધન છે. જો તે ઈષ્ટનાં સાધન ન હોત તો શિષ્ટ જનો તેનું આચરણ ન કરત.- આ રીતે શિષ્ટ જનોના આચરણમાં આગમ દ્વારા જણાવાયેલી ઈષ્ટસાધનતાનું અનુમાન કરીને અન્ય જનો; મહાજનો દ્વારા અનુસરાયેલા માર્ગમાં પ્રવૃત્તિ કરે છે. ઈષ્ટસાધનતાનું અને આગમમૂલતાનું અહીં જ્ઞાન હોવાથી પ્રવૃત્તિ શક્ય બને છે.
યદ્યપિ શિષ્ટજનોના આચરણથી અન્ય જનોની પ્રવૃત્તિ ઉપપન્ન થાય એ માટે શિષ્ટજનોના આચરણમાં ઇષ્ટસાધનતાના અનુમાનથી જ નિર્વાહ થઈ જાય છે. કારણ કે પ્રવૃત્તિની પ્રત્યે ઇષ્ટસાધનતાનું જ્ઞાન કારણ છે. તેથી આગમમૂલકતાના અનુમાનને સૂચવવા માટે શ્લોકમાં કામ” પદનું ગ્રહણ નિરર્થક છે. પરંતુ શિષ્ટપુરુષોના આચરણથી પ્રવર્તનારા સપુરુષોની પ્રવૃત્તિમાં અંધની પરંપરાનો દોષ ન આવે એ માટે મૂળમાં “કામ' પદનું ગ્રહણ કર્યું છે. મૂળમાં “જ્ઞાન” પદનું ઉપાદાન ન કરીએ તો ઈષ્ટસાધનતાનું અનુમાન કરીને શિષ્ટાચરણથી પ્રવૃત્તિ તો શક્ય બનશે; પણ ઉપર જણાવ્યા મુજબ એમાં અંધપરંપરાની શંકાનું નિરાકરણ નહિ થાય - એ સ્પષ્ટપણે સમજી શકાય છે. કારણ કે “કામ' પદના ઉપાદાનથી શિષ્ટાચારની આગમમૂલકતાનો નિર્ણય થાય છે. શિષ્ટાચાર આગમૂલક છે અને અજ્ઞાનમૂલક નથી. તેથી તેમાં અંધપરંપરાની શંકાનો અવકાશ નથી.
શ્રી સર્વજ્ઞપરમાત્માના વિધિસ્વરૂપ શબ્દોથી મુમુક્ષુ આત્માઓ ઈષ્ટસાધનતાનું જ્ઞાન કરીને તે તે અનુષ્ઠાનમાં પ્રવર્તે છે તેમ જ ઉપર જણાવ્યા મુજબ શિષ્ટાચારથી પણ તેમાં આગમમૂલકતાનું અનુમાન કરીને તે આગમ દ્વારા ઈષ્ટસાધનતાનું જ્ઞાન થવાથી મુમુક્ષુ આત્માઓ તે તે અનુષ્ઠાનમાં પ્રવર્તે છે. તેથી શબ્દ(આગમ) તથા શિષ્ટાચાર બંનેની પ્રવર્તકતા એકસરખી જ હોવાથી શિષ્ટાચારમાં શબ્દસાધારણ્ય (શબ્દ જેવું જ પ્રામાણ્ય) આવે છે.” - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે શ્રીસર્વજ્ઞપરમાત્માના પરમતારક વિધિસ્વરૂપ શબ્દથી(આગમથી). વિધ્યર્થ-ઇષ્ટસાધનતાનો બોધ સાક્ષાત થાય છે. શિષ્ટાચારમાં તો આગમમૂલકતાનું અનુમાન કરીને વિધ્યર્થબોધની કલ્પના કરાય છે. “આ આચરણ શિષ્ટપુરુષોનું હોવાથી આગમમૂલક છે અને શિષ્ટપુરુષો આ આચરતા હોવાથી તે ઈષ્ટસાધન છે.' - આ રીતે આગમમૂલકતાનું અનુમાન કર્યા પછી શિષ્ટ જનોના આચરણથી પ્રવૃત્તિ થવા પૂર્વે વિધ્યર્થ(ઇષ્ટસાધનતા)ના બોધની કલ્પના કરવી પડે છે. તે દ્વારા ત્યાં તે તે અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ થાય છે. ભગવાનના વચનથી તો વિધ્યર્થનો બોધ તુરત જ થતો હોવાથી શબ્દમાં(આગમમાં) પ્રવકતા વ્યવધાન વિના છે અને શિષ્ટાચરણમાં
૯૦
માર્ગ બત્રીશી
Page #94
--------------------------------------------------------------------------
________________
પ્રવર્તકતા વ્યવધાન સાથે છે. તેથી ઉપર જણાવ્યા મુજબ શિષ્ટાચરણમાં પ્રવર્તકતા શબ્દસાધારણ (આગમની પ્રવર્તકતા જેવી) નથી.
યદ્યપિ શિષ્ટાચરણમાં આગમમૂલતાનું અનુમાન કરીને; જે કલ્પિત આગમ છે તે આગમથી જ ઈષ્ટસાધનતાનો બોધ કરી લેવાથી પ્રવર્તકતામાં વ્યવધાન નહિ રહે અને તેથી શબ્દસાધારણ્યનો (આગમ જેવી જ પ્રવર્તકતા માનવાનો) પ્રસંગ આવશે; પરંતુ આગમ પ્રત્યક્ષ ન હોવાથી; કલ્પિત આગમ વિધ્યર્થ-ઈષ્ટસાધનતાનો બોધ કરાવી શકશે નહિ. તેથી શિષ્ટાચારમાં પ્રવર્તકતા વિધ્યર્થબોધકલ્પનાધારના વ્યવધાનયુક્ત હોવાથી શબ્દસાધારણ્યનો પ્રસંગ આવશે નહિ. શિષ્ટ જનો જે આચરણ કરે છે તે આગમમૂલક છે. તે આચરણ સંબંધી આગમ યદ્યપિ વ્યવસ્થિત છે, તેમના માટે તે પ્રત્યક્ષ છે, પરંતુ શિષ્ટાચરણને જોઈને પ્રવૃત્તિ કરનારાને વ્યવસ્થિત તે આગમની ઉપસ્થિતિ નથી. તેથી અનુપસ્થિત આગમથી વિધ્યર્થ-ઇષ્ટસાધનતાનો બોધ શક્ય નથી. શિષ્ટાચરણથી આગમમૂલકતાદિનું અનુમાન કરીને તે તે અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરનારાને આગમની ઉપસ્થિતિ યદ્યપિ છે; પરંતુ શિષ્ટાચરણમાં આગમમૂલકતાનું જે અનુમાન કરાય છે, તે સામાન્યથી જ આગમનું અનુમાન કરાય છે, ચોક્કસ અક્ષરોવાળા વિશેષ આગમનું અનુમાન કરાતું નથી. તેથી શિષ્ટાચરણસ્થળે આગમથી (કલ્પિત આગમથી) વિધ્યર્થ-ઈષ્ટસાધનતાનો બોધ શક્ય નથી. અને તેથી ઉપર જણાવ્યા મુજબ શબ્દસાધારણ્યનો પ્રસંગ પણ આવતો નથી. આથી સ્પષ્ટ છે કે શિષ્ટપુરુષોનું આચરણ પણ માર્ગ છે. તે મુજબ અન્યત્ર કહ્યું છે કે – આચરણા (શિષ્ટાચરણ) પણ આજ્ઞા (માર્ગ) છે.
શિષ્ટ-સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ - એવા મહાત્માઓના આચરણને જોઇને; તેમાં અવિસંવાદી (ચોક્કસ ફળને આપનારું) ઇષ્ટ-સાધનતાનું જ્ઞાન કરવા દ્વારા તે આચરણથી પ્રવૃત્તિ શક્ય છે. તેમ જ તેમાં અવિસંવાદિત્વ હોવાથી અંધપરંપરાની શંકાનો પણ સંભવ નથી. તેથી આગમમૂલકતાનું અનુમાન કરવાની આવશ્યકતા નથી. કહેવાનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ શિષ્ટાચરણ એ એક જાતનો મોક્ષમાર્ગ છે. સર્વજ્ઞભગવાનના શબ્દો જેમ પ્રવર્તક છે, તેમ મુમુક્ષુઓને મોક્ષમાર્ગની પ્રવૃત્તિ કરાવવાનું કાર્ય શિષ્ટાચરણથી પણ થાય છે. શિષ્ટાચરણમાં આગમમૂલકત્વનું અને ઈષ્ટસાધનત્વનું અનુમાન કરીને શિષ્ટજનોએ અનુસરેલા માર્ગમાં મુમુક્ષુ આત્માઓ પ્રવૃત્તિ કરે છે. શિષ્ટોના આચરણમાં આ રીતે પ્રવર્તકતા રહેલી છે. અહીં યદ્યપિ આગમમૂલકતાના અનુમાનની જરૂર નથી. કારણ કે શિષ્ટોનું આચરણ; શિષ્ટોનું હોવાથી એ અવિસંવાદી ઈષ્ટનું સાધન છે – એમ સમજીને મુમુક્ષુ આત્માઓની પ્રવૃત્તિ તેમાં થઈ શકે છે. તેથી તેમાં આગમમૂલકતાનું અનુમાન કરવાની આવશ્યકતા નથી. પરંતુ આ જ આશયથી શંકાનું સમાધાન કરતાં વસ્તુ ૩૫ત્તિન. ઇત્યાદિ ગ્રંથથી જણાવ્યું છે કે - ઉપપત્તિક(અવિસંવાદી) એવા શિષ્ટાચારથી વિધ્યર્થ-ઇષ્ટસાધનતાનું જ્ઞાન (અનુમાન) કરીને શિષ્ટ જનોના આચરણમાં એક પરિશીલન
Page #95
--------------------------------------------------------------------------
________________
પ્રવર્તકતા સિદ્ધ થઈ જાય છે. તેથી શિષ્ટાચારમાં આગમમૂલકતાનું અનુમાન કરવાની આવશ્યકતા યદ્યપિ નથી; પરંતુ આગમમૂલકતાનું અનુમાન કરવાથી ભગવાનની પ્રત્યેના બહુમાનથી પરમાત્માની સાથે સમાપત્તિ (પરમાત્માના પરમતારક વચનની સાથે એકરૂપતા) પ્રાપ્ત થાય છે. આ સમાપત્તિની પ્રાપ્તિ માટે શ્લોકમાં આગમમૂલકતાના અનુમાનને શિષ્ટાચારમાં કરવાનું ફરમાવ્યું છે.. ઇત્યાદિ ભણાવનાર પાસેથી બરાબર સમજી લેવું જોઇએ. ‘દ્વત્રિશદ્દ્વત્રિશિકા જેવા ગ્રંથના પરિશીલનમાં આથી વધારે સરળ કરવાનું શક્ય નથી. અક્ષરશઃ ગ્રંથના અર્થને સમજાવતી વખતે દાર્શનિક પરિભાષાનો ઉપયોગ કર્યા વિના બીજો કોઈ ઉપાય નથી. મુખ્યપણે આવા ગ્રંથોનું પરિશીલન દાર્શનિકભાષાના પરિચિતો માટે છે. બીજા લોકોને અહીં જણાવેલી બધી જ વાતો સમજાય એવું તો નહિ બને. ૩-૩
સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા મહાત્માઓનું આચરણ પ્રમાણ(માર્ગ) છે : એનું સમર્થન કરાય છે
सूत्रे सद्धेतुनोत्सृष्टमपि क्वचिदपोद्यते ।
हितदेऽप्यनिषिद्धेऽर्थे किं पुनर्नास्य मानता ॥३-४॥ सूत्र इति-सूत्रे आगमे । उत्सृष्टमपि उत्सर्गविषयीकृतमपि । सद्धेतुना पुष्टेनालम्बनेन । क्वचिदपोद्यते अपवादविषयीक्रियते । हितदेऽपीष्टसाधनेऽपि । अनिषिद्धे सूत्रावारिते । किं पुनरस्य शिष्टाचारस्य न मानता न प्रमाणता ।।३-४।।
આગમમાં ઉત્સર્ગસ્વરૂપે પણ જણાવેલું; કોઈ વાર પુષ્ટ (પ્રબળ) આલંબનને લઈને અપવાદસ્વરૂપે (ઉત્સર્ગથી જુદા સ્વરૂપે) જણાવાય છે, તો હિતને કરનારું અને શાસ્ત્રમાં નિષેધ નહિ કરાયેલું એવું શિષ્ટાચરણ કે પ્રમાણભૂત ન હોય?” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે – આગમમાં આધાકર્મી (પૂ. સાધુ-સાધ્વી માટે તૈયાર કરેલ) આહારાદિના ગ્રહણનો ઉત્સર્ગથી સર્વથા નિષેધ કરેલો છે. આમ છતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સ્વરૂપ પ્રબળ આલંબનના કારણે તેવા પ્રકારના નિષેધનો નિષેધ; અપવાદસ્વરૂપે કરાય છે. પ્રમાણભૂત શ્રી સર્વજ્ઞપરમાત્માના વચનમાં પણ જો આવો ફરક થતો હોય તો સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ મહાત્માઓનું આચરણ ઇષ્ટને આપનારું હોય અને આગમમાં તેનો નિષેધ ન હોય તો તે શિષ્ટાચારમાં પ્રમાણતા કેમ ન હોય? અર્થાત્ તેને પ્રમાણ માનવામાં કોઈ દોષ નથી.
શ્રી સર્વશપરમાત્માએ કહેલા શબ્દોમાં પણ કોઈ વાર પ્રબળ કારણે ફેરફાર કરી અપવાદસ્વરૂપે વિધાન કરાય છે. આધાર્મિક આહારાદિ લેવાનો નિષેધ હોવા છતાં દ્રવ્યાદિ પુષ્ટ આલંબને અપવાદસ્વરૂપે આધાર્મિક આહારાદિને ગ્રહણ કરવામાં જો દોષ નથી; તો શાસ
માર્ગ બત્રીશી
૯૨
Page #96
--------------------------------------------------------------------------
________________
જેનો નિષેધ કરતું નથી અને જે ઇષ્ટનું પ્રદાન કરે છે; તે શિષ્ટાચારને અવશ્યપણે પ્રમાણભૂત માનવો જોઇએ. II૩-૪॥
उदासीनेऽर्थे भवत्वस्य मानता, चारितं तु कारणसहस्रेणापि परावर्तयितुमशक्यमित्यत आहજેનો શાસ્ત્રથી વિધિ-નિષેધ નથી એવા શિષ્ટપુરુષોના આચરણને પ્રમાણ માનવાનું બરાબર છે. પરંતુ શાસ્ત્રથી જેનું વારણ (અહીં કેટલીક પ્રતોમાં ચારતં આવો પાઠ છે. તેના સ્થાને વારતં આવો પાઠ હોવો જોઇએ.) કરાયું છે (નિષેધ કરાયો છે) તેનું પરાવર્તન હજા૨ો કા૨ણે પણ કરાય નહિ - આવી શંકાનું સમાધાન કરાય છે—
निषेधः सर्वथा नास्ति विधि व सर्वथागमे । आयं व्ययं च तुलयेल्लाभाकाङ्क्षी वणिग्यथा ॥ ३-५॥
निषेध इति सूत्रे विधिनिषेधौ हि गौणमुख्यभावेन मिथः संवलितावेव प्रतिपाद्येते, अन्यथाऽनेकान्तमर्यादातिक्रमप्रसङ्गादिति भावः ।। ३-५ ।।
“આગમમાં કોઇ પણ વસ્તુનો સર્વથા નિષેધ નથી અને કોઇ પણ વસ્તુનો સર્વથા વિધિ (વિધાન) પણ નથી. લાભનો (ધનલાભનો) અર્થી એવો વાણિયો; આય (પ્રાપ્તિ) અને વ્યય(હાનિ)નો વિચાર કરી જેમ વ્યાપારમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરે છે, તેમ કર્મનિર્જરા અને કર્મબંધનો વિચાર કરી મુમુક્ષુ આત્માઓ કોઇ પણ વસ્તુમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરે” – આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે શ્રી વીતરાગપરમાત્માએ પ્રરૂપેલા પરમતારક આગમમાં સામાન્યથી કોઇ પણ વસ્તુનું સર્વથા - એકાંતે વિધાન પણ નથી અને કોઇ પણ વસ્તુનો એકાંતે નિષેધ પણ નથી. જે વસ્તુનું સામાન્યથી વિધાન કર્યું છે તેનો સંયોગવિશેષમાં નિષેધ પણ કર્યો છે. અને સામાન્યથી જેનો નિષેધ કર્યો છે, સંયોગવિશેષમાં તેનો (નિષેધનો) નિષેધ કરવા દ્વારા તે વસ્તુનું વિધાન પણ કર્યું છે. આ રીતે વિધાન અને નિષેધ; નિષેધ અને વિધાનથી સંવલિત જ હોય છે. તેથી જેનો નિષેધ કરાયો છે; તેમાં હજારો કા૨ણે પણ પરાવર્તન ન થાય : એ કહેવાનું બરાબર નથી. કારણ કે ઉપર જણાવ્યા મુજબ જ્યારે મુખ્ય સ્વરૂપે કોઇના વિધિ કે નિષેધ જણાવાય છે, ત્યારે ગૌણરૂપે તેના નિષેધ કે વિધિને સાથે જ જણાવાય છે. અન્યથા એકાંતે વિધિ કે નિષેધનું જ પ્રતિપાદન કરાય તો અનેકાંતવાદની મર્યાદાના અતિક્રમણનો પ્રસંગ આવશે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા કોઇ પણ શાસ્ત્રકાર પરમર્ષિઓ અનેકાંતવાદની મર્યાદાનું અતિક્રમણ ન જ કરે - એ સમજી શકાય છે. ઉત્સર્ગ અને અપવાદ પરસ્પર સંવલિત જ ગૌણમુખ્યભાવે જણાવાય છે. આવા વખતે પોતાની યોગ્યતાદિનો વિચાર કરી મુમુક્ષુઓએ વ્યાપારી માણસની જેમ પ્રવૃત્તિ કરવી જોઇએ. લાભ અને નુકસાનનો વિચાર એક પરિશીલન
૯૩
Page #97
--------------------------------------------------------------------------
________________
કરી વ્યાપારી માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરતા હોય છે. તેમ મુમુક્ષુ જનોએ પણ જેમાં કર્મનિર્જરા ઘણી થાય છે એમાં પ્રવૃત્તિ કરવી જોઇએ અને જેમાં કર્મબંધ થાય છે એનાથી નિવૃત્ત થવું જોઈએ. અનેકાંતવાદની મર્યાદાનું પાલન કરવાથી જેમાં ઉત્સર્ગ-અપવાદાદિનું સંવલિતત્વ (પરસ્પર સાપેક્ષતા) હોય છે, તેમાં જ પ્રામાણ્ય મનાય છે, નિશ્ચયથી અન્યત્ર પ્રામાણ્ય મનાતું નથી. “ઉપદેશરહસ્ય'માં આ વિષયમાં વિસ્તારથી નિરૂપણ કરેલું છે. જિજ્ઞાસુઓએ તેનું અધ્યયન કરી લેવું જોઇએ. ll૩-પા | શિષ્ટ જનોના આચરણના પ્રામાણ્યનું જ સમર્થન કરાય છે–
प्रवाहधारापतितं निषिद्धं यन्न दृश्यते ।
अत एव न तन्मत्या दूषयन्ति विपश्चितः ॥३-६॥ प्रवाहेति-शिष्टसम्मतत्वसन्देहेऽपि तदूषणमन्याय्यं किं पुनस्तन्निश्चय इति भावः । तदिदमाह“जं च विहिअंण सुत्ते ण य पडिसिद्धं जणंमि चिररूढं । स मइविगप्पियदोसा तं पि ण दूसंति गीयत्था IlI” ||રૂ-દા.
પ્રવાહથી ચાલી આવેલું હોય અને એનો નિષેધ કોઈ સ્થાને જોવામાં આવતો ન હોય તો આથી જ (શિષ્ટાચરણ પ્રમાણ હોવાથી જો વિદ્વાનો પોતાની બુદ્ધિથી તેને દૂષિત કરતા નથી.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે કોઈ શિષ્ટાચરણ ક્યારે શરૂ થયું, કોણે શરૂ કર્યું, કયા સંયોગોમાં શરૂ કર્યું... વગેરે જાણી શકાય એમ ન હોય પરંતુ તે વર્ષોથી ચાલતું આવ્યું હોય - એવા પ્રવાહધારાપતિત શિષ્ટાચરણનો જો કોઈએ નિષેધ કરેલો ન હોય તો; વિદ્વાનો પોતાની બુદ્ધિથી તે શિષ્ટાચરણને દૂષિત કરતા નથી. એનું કારણ એ જ છે કે શિષ્ટાચરણ પ્રમાણ છે. જો શિષ્ટાચરણ પ્રમાણ ન હોત તો પ્રવાહથી – પરંપરાથી ચાલ્યા આવતા શિષ્ટાચરણનો વિરોધ વિદ્વાનોએ પોતાની બુદ્ધિ મુજબ ચોક્કસ કર્યો હોત.
આથી સમજી શકાશે કે ઉપર જણાવ્યા મુજબ જે શિષ્ટાચરણમાં શિષ્ટસંમતત્વનો સંદેહ હોય તો પણ તેને વિદ્વાનો દૂષિત (દુષ્ટ-અપ્રમાણ) કરતા નથી, તો જે શિષ્ટાચરણમાં શિષ્ટસંમતત્વ વગેરેનો નિર્ણય છે; એ શિષ્ટાચરણની પ્રામાણિકતા અંગે કોઈ વિવાદ જ રહેતો નથી. આવા શિષ્ટાચરણને અપ્રમાણ માનવાનું ન્યાયસંગત નથી. આ વાતનું સમર્થન કરતાં શ્રી ધર્મરત્નપ્રકરણમાં ફરમાવ્યું છે કે, “જે આગમમાં વિહિત નથી અને નિષિદ્ધ પણ નથી અને ગીતાર્થ પુરુષોમાં લાંબા કાળથી રૂઢ (માન્ય-પ્રસિદ્ધ) છે, તેને પોતાની બુદ્ધિથી દોષોની કલ્પના કરીને ગીતાર્થ મહાત્માઓ દૂષિત કરતા નથી.” આથી સમજી શકાશે કે સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ મહાત્માઓનું આચરણ માર્ગ છે, તેને છોડીને બીજાનાં આચરણો માર્ગ નથી. માટે તે પ્રમાણ નથી. l૩-૬ll.
૯૪
માર્ગ બત્રીશી
Page #98
--------------------------------------------------------------------------
________________
કેટલાંક પ્રમાણભૂત અને અપ્રમાણભૂત આચરણો જણાવાય છે–
संविग्नाचरणं सम्यक्कल्पप्रावरणादिकम् ।
विपर्यस्तं पुनः श्राद्धममत्वप्रभृति स्मृतम् ॥३-७॥ संविग्नेति-संविग्नानामाचरणं सम्यक् साधुनीत्या कल्पप्रावरणादिकं । तदाह-अन्नहभणियं पि सुए किंची कालाइकारणाविक्खं । आइन्नमनहच्चिय दीसइ संविग्गगीएहिं ।।१।। कप्पाणं पावरणं अग्गोअरच्चाओ झोलिआभिक्खा । उवग्गहियकडाहयतुंबयमुहदाणदोराई ॥२॥” इत्यादि । विपर्यस्तमसंविग्नाचरणं पुनः श्राद्धममत्वप्रभृति स्मृतं । तदाह “जह सढेसु ममत्तं राढाइ असुद्धउवहिभत्ताई । णिहिट्ठवદિqનીમરાજ પરિમોને ત્તિ છા” iારૂ-ગાં
સારી રીતે કપડાં ઓઢવાં વગેરે સંવિગ્નમહાત્માઓનું આચરણ છે. અને એનાથી વિપરીત શ્રાવકોની પ્રત્યે મમત્વ... વગેરે અસંવિગ્નોનું આચરણ છે.” - આ પ્રમાણે સાતમા
શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સાધુઓની મર્યાદાથી કલ્પપ્રાવરણ વગેરે સંવિગ્નપુરુષોનો આચાર છે. આ વિષયમાં જણાવતાં શ્રી ધર્મરત્નપ્રકરણમાં ફરમાવ્યું છે કે; સૂત્રમાં બીજી જ રીતે જણાવ્યું હોવા છતાં પણ કાલાદિ કારણને લઈને સંવિગ્ન એવા ગીતાર્થ પુરુષોએ જુદી જ રીતે આચરેલું વર્તમાનમાં દેખાય છે. જેમ કે– કલ્પપ્રાવરણ, અગ્રાવતારનો ત્યાગ, ઝોળીની ભિક્ષા, ઔપગ્રહિક કડાઈ તગારું પરાત, તાપણી, તેની ઉપર કાંઠો બનાવવો અને તેમાં દોરો નાંખવો. સાડી ત્રણ હાથ લાંબો અને અઢી હાથ પહોળો જે કપડો છે તેને આગમની પરિભાષામાં કલ્પ કહેવાય છે. ગોચરી વગેરે જતી વખતે ખભા ઉપર એ કપડો મૂકવાનું વિધાન આગમમાં છે. વર્તમાનમાં એ કપડો ઓઢીને ગોચરી વગેરે જવાય છે.
વર્તમાન ચોલપટ્ટાના સ્થાને પૂર્વે અગ્રાવતાર પહેરવાનું વિધાન હતું. પાછળના ભાગને આચ્છાદિત કર્યા વિના માત્ર આગળના જ ભાગમાં અગ્રાવતાર ધારણ કરવાનું આગમમાં વિધાન હતું. પરંતુ તેનો ત્યાગ કરી વર્તમાનમાં તેના સ્થાને ચોલપટ્ટો પહેરવાનું વિહિત છે.
પૂર્વે ચોરસ કપડાંમાં પાત્રો મૂકી મૂઠીમાં વસ્ત્રના ચાર છેડા પકડીગોચરી લાવવાનું વિહિત હતું. વર્તમાનમાં ઝોળીને ગાંઠમારી હાથમાં લટકાવીને ભિક્ષા લવાય છે; તેને ઝોળીની ભિક્ષા કહેવાય છે.
ઔપગ્રહિક કડાઇ, પરાત વગેરે પાત્રાદિ પૂર્વે ગ્રહણ કરતા નહિ, વર્તમાનમાં લેવાય છે. તેમ જ તરપણી પૂર્વે વપરાતી નહિ, અત્યારે તુંબડા વગેરેમાંથી બનાવેલી તપણી લેવાય છે, તેની ઉપર કાંઠો કરાય છે અને તેમાં દોરો નંખાય છે... ઈત્યાદિ સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓના પ્રમાણભૂત આચાર વર્ણવ્યા છે.
એ આચારોથી વિપરીત અપ્રમાણભૂત આચારોનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે– શ્રાવકો પ્રત્યે મમત્વ; શરીરની વિભૂષા માટે અશુદ્ધ ઉપધિ-અશન-પાનાદિ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ; એક પરિશીલન
૯૫
Page #99
--------------------------------------------------------------------------
________________
કાયમ માટે આપેલા ઉપાશ્રયાદિને વાપરવા અને ઓશિકા, ગાદી વગેરે વાપરવા - આ બધા પ્રમાદનું કારણ હોવાથી પ્રમાદાચરણસ્વરૂપ છે તેથી પ્રમાણભૂત નથી. સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થમહાત્માઓના એ આચાર નથી. ૩-છા શિષ્ટ જનોના આચરણમાં અને અશિષ્ટ જનોના આચરણમાં જે ભેદ છે તે જણાવાય છે–
आद्यं ज्ञानात् परं मोहाद् विशेषो विशदोऽनयोः ।
एकत्वं नानयोयुक्तं काचमाणिक्ययोरिव ॥३-८॥ आद्यमिति-ज्ञानं तत्त्वज्ञानं । मोहो गारवमग्नता ॥३-८।।
“આદ્ય-સંવિગ્નગીતાર્થનું આચરણ (કલ્પપ્રાચરણાદિ) જ્ઞાનથી (તત્ત્વજ્ઞાનથી) થયેલું છે અને બીજું - અસંવિગ્ન પુરુષોનું આચરણ (શ્રાદ્ધમમત્વાદિ) મોહથી હરસગારવાદિની મગ્નતાથી) થયેલું છે. તેથી એ બેમાં મોટો ફરક છે. કાચ અને મણિની જેમ એ બેમાં સામ્ય માનવાનું યુક્ત નથી.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે કલ્પપ્રાચરણાદિ કે શ્રાદ્ધમમત્વાદિ આચારોનું શાસ્ત્રમાં વિધાન નથી. પાછળથી મહાત્માઓએ તે શરૂ કર્યું છે – એ રીતે બંનેની એકરૂપતા હોવા છતાં બંને એકરૂપ નથી. એ બેમાં ઘણું અંતર છે. કાચ અને મણિમાં જેટલું અંતર છે; એટલું અંતર એ બેમાં છે. કારણ કે શિષ્ટ જનોનું કલ્પપ્રાચરણાદિસ્વરૂપ આચરણ જ્ઞાનથી જન્ય છે અને શ્રાદ્ધમમતાદિનું કારણ મોહ છે.
જ્ઞાન અને મોહનું સ્વરૂપ સમજાવતાં ગ્રંથકારશ્રીએ ખૂબ જ ઓછા શબ્દમાં માર્મિક વાત જણાવી છે. અહીં જ્ઞાનનો અર્થ તત્ત્વજ્ઞાન કર્યો છે અને મોહનો અર્થ ગારવમગ્નતા કર્યો છે. સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થ પુરુષોના જ્ઞાનની તાત્ત્વિકતામાં કોઈ વિવાદ નથી. તત્તાનુસારી એ જ્ઞાન આત્મતત્ત્વની પ્રાપ્તિનું ખૂબ જ મહત્ત્વનું કારણ છે. એ શિષ્ટ જનો જે કોઈ આચરણ કરે છે, તે આત્મતત્વની પ્રાપ્તિના એકમાત્ર ઉદ્દેશથી કરે છે. સ્વ-પરના આત્માને તત્ત્વની પ્રાપ્તિ માટે ગીતાર્થ મહાત્માઓએ જે આચરણ શરૂ કર્યું હોય તે તત્ત્વજ્ઞાનપૂર્વકનું જ હોય છે. અન્યથા તે આત્મતત્ત્વની પ્રાપ્તિનું કારણ નહીં બને.
સંવિગ્નગીતાર્થમહાત્માઓના આચરણને છોડીને અન્ય જે શ્રાદ્ધમમત્વાદિ આચરણ છે; તે મોહથી જન્ય છે. ગ્રંથકાર પરમર્ષિએ અહીં મોહને ગારવમગ્નતાસ્વરૂપે વર્ણવ્યો છે. રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવ આ ત્રણ ગારવ છે. આત્માને કર્મથી લચપચ (લિપ્ત) કરનાર ગારવ છે. પાંચ ઇન્દ્રિયના વિષયની આસક્તિ રસગારવ છે. માનપાન અને વૈભવાદિની આસક્તિ ઋદ્ધિગારવ છે અને સુખની આસક્તિવિશેષ શાતાગારવ છે. અનાદિકાળથી ચાલી આવતા અનાચારનું કારણ; એ ગારવની મગ્નતા છે. સર્વવિરતિધર્મને અને પરમ શ્રેષ્ઠ કોટિના જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી પણ ગારવની મગ્નતાને લઇને આત્મા પ્રમાદાદિપરવશ નિગોદાદિ ગતિમાં જાય
માર્ગ બત્રીશી
Page #100
--------------------------------------------------------------------------
________________
છે. ગારવની મગ્નતા સાચું માનવા; સાચું સમજવા અને સારું કરવા દેતી નથી. શ્રાવકો પ્રત્યે મમત્વ અને અશુદ્ધ વસ્ત્રપાત્ર-અશનપાનાદિનો ઉપયોગ... વગેરે આચરણો મારવમગ્નતાસ્વરૂપ મોહના કારણે છે. મૂળમાંથી જ સમજણ ન હોવી અને પ્રાપ્ત થયેલી સમજણ ઉપર આવરણ આવી જવું - એ બેમાં ઘણું અંતર છે. પરિણામ તો બંનેનું ખરાબ છે જ. ગારમગ્નતાના કારણે બીજા પ્રકારનું અજ્ઞાન વિસ્તરે છે. વિષયાદિની આસક્તિની ભયંકરતાના કારણે તેના પરિણામ સ્વરૂપે અનેક દોષોની પરંપરા સર્જાય છે. ભયંકર વિષયની આસક્તિ; જીવને ગારવમગ્ન બનાવે છે અને પછી આત્માને પ્રાપ્ત થયેલી સમજણ ઉપર આવરણ આવવા માંડે છે. રસાદિગારવની સમજણ પણ એ ગારવની મગ્નતાના કારણે નષ્ટ થાય છે. રસાદિગારવની મગ્નતા ક્યારે પણ જ્ઞાનાદિમાં મગ્નતા નહિ આવવા દે. રસ, ઋદ્ધિ અને શાતાની આસક્તિને તોડવાનું ઘણું જ અઘરું છે. અપ્રતિમ સામર્થ્યને વરેલાને પણ તદ્દન અસમર્થ બનાવવાનું કાર્ય રસાદિ ગારવની મગ્નતાનું છે. આ મોહના કારણે વિસ્તાર પામતું અજ્ઞાન ખૂબ જ ભયંકર છે. ઔષધના સેવન પછી પણ વધતા જતા રોગની ભયંકરતાને જેઓ સમજી શકે છે, તેમને ગારવમગ્નતાસ્વરૂપ મોહના કારણે દુષ્ટાચરણ કેવું વધે છે - તે સમજાવવાની જરૂર નથી.
આ બત્રીશીના આ આઠમા શ્લોકનું વિવેચન કરનારાએ “ત્રિશાર્નાિશિવા' મા.9 (પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ-ધોળકા) આ પુસ્તકમાં એ શ્લોકની ટિપ્પણીમાં જે જણાવ્યું છે, તે અંગે થોડી વિચારણા કરી લેવાનું આવશ્યક છે. તેમના લખાણની વિસંગતિને સ્પષ્ટપણે જણાવવા માટે એકાદ પુસ્તિકા લખવી પડે. અહીં એ શક્ય નથી. સામાન્ય રીતે વિદ્વાન પુરુષોનું ધ્યાન ખેંચવાનો અહીં પ્રયાસ છે. બાકી તો તેઓ સ્વયં તે લખાણમાંની વિસંગતિ સમજી શકશે. પુસ્તકના પૃ.નં.૭૩ ઉપરની એ ટિપ્પણીમાં ભાવાનુવાદક પોતે જે ભાવ સમજ્યા છે, એની પાછળનો એમનો જે આશય છે; અને એ આશયનું જ કારણ છે – એની મને ખબર છે, તેઓ બધાને એ લખાણની વિસંગતિ સમજવાનું ખૂબ જ સરળ છે.
અહીં એ યાદ રાખવું જોઇએ કે સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા શિષ્ટ જનોનું આચરણ પ્રમાણ છે. અસંવિગ્ન, શઠ કે અગીતાર્થ એવા અશિષ્ટ જનોનું આચરણ પ્રમાણ નથી. શિષ્ટસ્વરૂપ એક-બે જનનું પણ આચરણ પ્રમાણ નથી. સૂત્રમાં જેનો સ્પષ્ટ નિષેધ છે અને દ્રવ્યાદિનું પુષ્ટાલંબન ન હોય એવું આચરણ પણ પ્રમાણ નથી. “જેનું શાસ્ત્રમાં વિધાન છે તેનાથી ઇતરનો નિષેધ હોય છે' - આ ન્યાયનો ઉપયોગ કરતી વખતે વિવેકસંપન્નતા કેળવવી જોઈએ. ન્યાયનો ઉપયોગ વૃદ્ધ પુરુષોની લાકડીની જેમ ઇષ્ટની સિદ્ધિ માટે કરવાનો છે, ઈષ્ટના ઉછેર માટે કરવાનો નથી. દ્રવ્યાદિનું આલંબન આરાધના માટે છે, આજ્ઞાની અનારાધના માટે નથી... ઇત્યાદિ ખૂબ જ વિવેકપૂર્વક વિચારવું જોઇએ. આગમાનુસારી પ્રવૃત્તિમાં કયા સંયોગે કઈ જાતનો ફેરફાર કરી શકાય - એ અંગે પણ મર્યાદા છે. એ મર્યાદાનો ખ્યાલ રાખ્યા વિના પોતાની જાતને શિષ્ટ માની
એક પરિશીલન
Page #101
--------------------------------------------------------------------------
________________
એ પ્રવૃત્તિમાં મનસ્વીપણે ફેરફાર કરવાની પ્રવૃત્તિ પ્રમાણભૂત નથી. લોકને રાજી કરવા, લોકચાહના મેળવવા, લોક તરફથી સ્થાનમાનાદિ મેળવવા અથવા તો એક વ્યક્તિ પ્રત્યેના દ્વેષ, ઇર્ષા, માત્સર્ય વગેરેના કારણે શાસ્ત્રસિદ્ધ આચરણમાં ફેરફાર કરવાનું પ્રમાણભૂત નથી. એ શિષ્ટાચરણ નથી, પરંતુ મહાઅશિષ્ટાચરણ છે. એને માર્ગ ન કહેવાય, ઉન્માર્ગ કહેવાય.
ઉત્સર્ગ અને અપવાદ સ્થળે પણ વિવેકનું જ પ્રાધાન્ય છે. રાગાદિ દોષોની જેમાં હાનિ થવી જોઈએ તેના બદલે તેની વૃદ્ધિ થાય એવી પ્રવૃત્તિ પણ શિષ્ટાચાર તરીકે ગણાય તો દુનિયામાં કોઈ જ અશિષ્ટાચાર નથી. બધા જ શિષ્ટાચાર તરીકે વર્ણવવા પડશે. મોક્ષસાધક સંયમની સાધના માટે તે તે જીવોની યોગ્યતાનુસાર ફેરફાર કરી કોઈ પ્રવૃત્તિ કરાવવી પડે – એ સમજી શકાય છે. પરંતુ એકતા માટે કરાતી પ્રવૃત્તિ મોક્ષસાધક ન હોવાથી તેને શિષ્ટાચરણ તરીકે વર્ણવવાનું ખૂબ જ અનુચિત છે. પ્રવૃત્તિનું પ્રામાણ્ય તેની મોક્ષસાધકતાને લઈને છે. એકતા મોક્ષસાધના માટે ઉપયોગિની નથી. એકતા માટે કરાતી કોઈ પણ પ્રવૃત્તિ શિષ્ટાચરણસ્વરૂપ નથી. મોક્ષસાધક વિહિત અનુષ્ઠાનો સામર્થ્યના અભાવે જ્યારે લગભગ સર્વથા અશક્ય બને છે, ત્યારે સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા મહાત્માઓ ઉદ્દેશને બાધ ન પહોંચે એ રીતે તે અનુષ્ઠાનોમાં થોડો ફરક કરી તેનું આચરણ શરૂ કરે છે, જે પ્રમાણભૂત છે. અશિષ્ટ જનોને મોક્ષનો ઉદ્દેશ જ ન હોવાથી તેમના આચરણને પ્રમાણ માનવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. “ત્રિશ ત્રિવિદ્યા ભા.
9માં ભાવાનુવાદકર્તાએ તિથિચર્ચા અંગે પણ ચિકાર અસંબદ્ધ વાતો કરી છે. એ અંગે ખરી રીતે હવે કાંઈ પણ જણાવવાની જરૂર નથી. અત્યાર સુધીમાં એ બધી વાતો અંગે વિસ્તારથી અનેક વાર જણાવાયું છે. પરંતુ સાચું સમજવાનું, ગ્રહણ કરવાનું અને આચરવાનું જેમના સ્વભાવમાં જ નથી એવા લોકો માટે સહેજ પણ પ્રયત્ન કરવાની જરૂર નથી. રાજકારણીઓ જેમ દેશકલ્યાણની ભાવનાથી રાતોરાત અંતરના અવાજે પક્ષપલટો કરતા હોય છે તેમ શાસનના કલ્યાણની ભાવનાથી અંતરના અવાજે રાતોરાત સિદ્ધાંતમાં ફેરફાર કરનારની પ્રવૃત્તિ શિષ્ટાચરણ નથી – એટલું મુમુક્ષુ આત્માઓ યાદ રાખે. સામા પક્ષની માન્યતા સમજવાની જેમનામાં પાત્રતા નથી તેઓ સામા પક્ષનું ખંડન કરે છે. ભાવાનુવાદ કર્તાને બેવડી જવાબદારી નભાવવાની છે. એક તો અત્યાર સુધી તિથિ વગેરેની જે આરાધના કરી તે ખોટી હતી : એ સ્પષ્ટ કરવાનું. અને બીજી એ કે હવે જે રીતે આરાધના કરવાની છે; તે સાચી છે એ સ્પષ્ટ કરવાનું આથી તાલ ન રહે એ બનવાજોગ છે. આપણે એવી જવાબદારી નિભાવવાની નથી એટલે આપણે તાલ ચૂકી જવાની આવશ્યકતા નથી.
તિથિ સામાચારી છે કે સિદ્ધાંત છેઃ આ વિષયમાં વિવાદ-વિપ્રતિપત્તિ છે. એના જવાબમાં ભાવાનુવાદકશ્રી સંવત્સરીની આરાધના સામાચારી છે – એ પ્રમાણે જણાવે છે. આવું જ આ. શ્રી નરેન્દ્રસાગરજી મ. પણ જણાવે છે. તિથિ સામાચારી છે કે નહિ અથવા સિદ્ધાંત છે કે નહિ?
૯૮
માર્ગ બત્રીશી
Page #102
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે પ્રશ્ન કરનારાના આશયને સમજીને પ્રશ્નને અનુરૂપ મહાનુભાવો જવાબ આપશેઃ એવી અત્યારે તો આશા રાખીએ. ત્યાં સુધી પરમતારક શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ પર્વાપર્વ-સઘળીય તિથિઓની; ક્ષય-વૃદ્ધિ શ્રી સંઘમાન્ય પંચાંગમાં જણાવ્યા મુજબ માન્ય રાખી ક્ષયે પૂર્વા...” ઇત્યાદિ નિયમ મુજબ આરાધના કરવાનું ચાલુ રાખીએ. ll૩-૮
આ રીતે સંવિગ્ન શિષ્ટ જનોના આચરણને માર્ગ તરીકે જણાવીને હવે ત્રણ શ્લોકથી અસંવિગ્ન-અશિષ્ટ પુરુષોનું આચરણ, એ માર્ગ નથી એ જણાવવા પૂર્વક તેનાથી વિશ્વવિડંબના થાય છે - તે જણાવાય છે–
दर्शयद्भिः कुलाचारलोपादामुष्मिकं भयम् । वारयद्भिः स्वगच्छीयगृहिणः साधुसङ्गतिम् ॥३-९॥ द्रव्यस्तवं यतीनामप्यनुपश्यद्भिरुत्तमम् । विवेकविकलं दानं स्थापयभि यथा तथा ॥३-१०॥ अपुष्टालम्बनोसिक्तैर्मुग्धमीनेषु मैनिकैः ।
इत्थं दोषादसंविग्नर्हहा विश्वं विडम्बितम् ॥३-११॥ दर्शयदिरिति-आमुष्मिकं प्रेत्य प्रत्यवायविपाकफलम् ।।३-९।। द्रव्यस्तवमिति-अपिना आगमे यतीनां तनिषेधो द्योत्यते । अनुपश्यद्भिर्मन्यमानैः ॥३-१०॥
પુષ્યતિ–વ્યm: Il3-99ો.
કુલાચારના લોપ(ત્યાગ)થી ભવાંતરમાં માઠાં પરિણામ ભોગવવા પડશે... ઇત્યાદિ ભય દર્શાવનારા; પોતાના ગચ્છના ગૃહસ્થોને પૂ. સાધુમહાત્મા પાસે જતા રોકનારા; પૂ. સાધુભગવંતોને પણ દ્રવ્યસ્તવ ઉત્તમ છે – એ પ્રમાણે માનનારા; જેમ-તેમ પણ દાન આપવું જોઇએ, આપવાથી બહુ લાભ છે... ઈત્યાદિ રીતે વિવેકહીન દાનને ઉપાદેય માનનારા; અપુષ્ટાલંબન લેવામાં તત્પર બનેલા એવા અસંવિગ્નોએ, મુગ્ધ માછલીઓને વિશે માછીમારોની જેમ મોહથી વિશ્વની વિડંબના કરી છે. આ પ્રમાણે નવમા, દશમા અને અગિયારમાં - ત્ર શ્લોકનો અર્થ છે.
આશય સ્પષ્ટ છે કે- “કુલાચારનું ઉલ્લંઘન કરવાથી પરલોકમાં તેના દુષ્ટ વિપાક પ્રાપ્ત થશે' - આ પ્રમાણે કુલાચારલોપથી પ્રાપ્ત થનારા ભયને બતાવતા અસંવિગ્ન પુરુષો પોતાના પરિચિતોને જણાવતા હોય છે કે “આપણે તો વર્ષોથી આ પ્રમાણે જ કરીએ છીએ. તમારા બાપદાદાઓ પણ આ રીતે કરતા હતા. તમારા કુળમાં આ જ પરંપરા છે. માટે અહીં જ આવવાનું, સાધુઓ પાસે નહીં જવાનું...” વગેરે કહીને પોતાના તે તે ગૃહસ્થને પૂ. સાધુભગવંતોની પાસે જતા રોકતા હોય છે. ત્યાર પછી શ્રી જિનમંદિરાદિ બંધાવવાં, પૂજા
એક પરિશીલન
Page #103
--------------------------------------------------------------------------
________________
મહોત્સવાદિ કરવા વગેરે સ્વરૂપ દ્રવ્યસ્તવ(દ્રવ્યના વ્યયથી કરાતા અનુષ્ઠાન)નો પૂ. સાધુભગવંતો માટે નિષેધ હોવા છતાં પૂ. સાધુભગવંતો પણ તે (દ્રવ્યસ્તવ) કરી શકે છે - એમ તેઓ(અસંવિગ્ન પુરુષો) માનતા હોય છે. સામાન્ય રીતે સુપાત્રને ભક્તિપૂર્વક ન્યાયથી પ્રાપ્ત એવી નિર્દોષ વસ્તુનું દાન કરવાનું છે. આમ છતાં અસંવિગ્ન જનો એમ જણાવવાના બદલે એમ જણાવે છે કે આપવાથી એકાંતે લાભ છે. ગમે તેને ગમે તેનું દાન કરવું જોઇએ. આ રીતે તેઓ વિવેકરહિત દાનનો ઉપદેશ આપે છે. તેમ જ કોઈ પણ જાતના પુષ્ટ આલંબન વિના નિરકુશપણે માર્ગમાં અપવાદાદિનો આશ્રય લે છે. આ મોહસ્વરૂપ દોષના કારણે વિશ્વની વિડંબના કરી છે. માછીમાર મુગ્ધમાછલીઓના જેમ પ્રાણ હરી લે છે, તેમ આ અસંવિગ્ન પુરુષો પોતાની દુષ્ટ આચરણાથી પોતાના પરિચયમાં આવનારાના ભાવપ્રાણ લઈને તેમની વિડંબના કરે છે. એ અત્યંત ખેદજનક છે.
અસંવિગ્ન પુરુષોનાં દુષ્ટ આચરણો અહીં તો બહુ થોડાં વર્ણવ્યાં છે. મોક્ષની સાધનાના અર્થીઓને તેમના માર્ગથી વિચલિત કરનારાં સઘળાંય અનુષ્ઠાનો મોહથી જ થતાં હોય છે. ઉપલક્ષણથી એ બધાંનો જ અહીં સંગ્રહ કરી લેવાનો છે. અહીં યાદ રાખવું જોઇએ કે સંવિગ્ન પુરુષો મુમુક્ષુ આત્માઓને અસંવિગ્ન જનોથી દૂર રાખવા માટે ભવાંતરના ભય વગેરેની વાત કરે તો તે દુરાચરણ નથી. તેથી વિડંબના પણ થતી નથી. કારણ કે તે મોહજન્ય આચરણ નથી, જ્ઞાનજન્ય આચરણ છે. “ક્ષત્રિશáિશિવા મા.૦' માં ભાવાનુવાદકારે આ અંગે ઘણી સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ જ્ઞાન અને મોહનો ભેદ સમજાવવાનું રહી ગયું લાગે છે. ખરેખર મોહ દુરતિક્રમ છે. [૩-૯૧૦૧૧| અસંવિગ્નોનું જ બીજું આચરણ જણાવવા પૂર્વક મોહની દુષ્ટતા જણાવાય છે
अप्येष शिथिलोल्लापो न श्राव्यो गृहमेधिनाम् ।
सूक्ष्मोऽर्थ इत्यदोऽयुक्तं सूत्रे तद्गुणवर्णनात् ॥३-१२॥ अपीति-एषोऽपि शिथिलानामुल्लापो यदुत न श्राव्यो गृहमेधिनां सूक्ष्मोऽर्थः, इत्यदो वचनमयुक्तं । सूत्रे भगवत्यादौ । तेषां गृहमेधिनामपि केषाचिद्गुणवर्णनाद् “लट्ठा गहिअट्ठा” इत्यादिना साधूक्तसूक्ष्मार्थपरिणामशक्तिमत्त्वप्रतिपादनात् । सम्यक्त्वप्रकरणप्रसिद्धोऽयमर्थः ॥३-१२॥
“આ પણ; શિથિલ એવા અસંવિગ્ન પુરુષોનો ઉલ્લાપ (બકવાસ) છે કે– “શ્રાવકોને સૂક્ષ્મ અર્થ નહિ જણાવવો.' એ વચન અયુક્ત છે. કારણ કે આગમમાં કેટલાક ગૃહસ્થના ગુણ તરીકે તેનું વર્ણન કરાયું છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે “શ્રાવકોને સૂક્ષ્મ અર્થ જણાવવો નહિ જોઇએ' - આ મુજબ શિથિલ – અસંવિગ્ન - જનો જણાવતા હોય છે, પરંતુ તેમનું તે કથન અયુક્ત છે. કારણ કે શ્રી ભગવતી વગેરે ગ્રંથમાં કેટલાક શ્રાવકોના
૧૦૦
માર્ગ બત્રીશી
Page #104
--------------------------------------------------------------------------
________________
ગુણ તરીકે તેનો ઉલ્લેખ કર્યો છે. ત્યાં ફરમાવ્યું છે કે કેટલાક શ્રાવકો લબ્ધાર્થ અને ગૃહીતાર્થ છે. અર્થાત્ કેટલાક શ્રાવકો તત્ત્વાર્થને પામેલા છે અને કેટલાક શ્રાવકો મોક્ષમાર્ગને ગ્રહણ કરેલા છે. પૂ. સાધુભગવંતોએ કહેલા સૂક્ષ્મ અર્થને પરિણામ પમાડવાના સામર્થ્યનું એ પદોથી પ્રતિપાદન કરાયું છે. “સચવ-રળ માં ઉપર જણાવેલી વિગત પ્રસિદ્ધ છે. આથી સમજી શકાશે કે અસંવિગ્ન - શિથિલ જનોના જણાવ્યા મુજબ શ્રાવકોને સૂક્ષ્મ અર્થ જણાવવાનો જ ન હોય તો તે તે સૂત્રમાં શ્રાવકોના લદ્ધઢા અને ગહિઅઢા ઇત્યાદિ પદોથી જણાવેલા ગુણોનું વર્ણન સંગત નહીં થાય. પૂ. સાધુભગવંતે કહેલા સૂક્ષ્મ અર્થને પરિણાવવાનું સામર્થ્ય શ્રાવકોમાં છે – એ તે પદોથી જણાવાયું છે. પૂ. સાધુભગવંતો, ગૃહસ્થને એવા સૂક્ષ્મ અર્થને જણાવતા હોય તો જ તે વર્ણન સંગત બને. ll૩-૧૨ અસંવિગ્ન પુરુષોનું જ બીજું આચરણ જણાવાય છે–
तेषां निन्दाल्पसाधूनां बहाचरणमानिनाम् ।
प्रवृत्ताङ्गीकृतात्यागे मिथ्यादृग्गुणदर्शिनी ॥३-१३॥ तेषामिति-तेषामसंविग्नानां । अल्पसाधूनां विरलानां यतीनां । बह्वाचरितमानिनां “बहुभिराचीर्णं खलु वयमाचरामः स्तोकाः पुनरेते संविग्नत्वाभिमानिनो दाम्भिका” इत्यभिमानवतां । निन्दा अङ्गीकृतस्य मिथ्याभूतस्यापि बह्वाचीर्णस्यात्यागेऽभ्युपगम्यमाने मिथ्यादृशां गुणदर्शिनी प्रवृत्ता, सम्यग्दृगपेक्षया मिथ्याशामेव बहुत्वात् । तदाह-बहुजणपवित्ति मिच्छं इच्छं तेण इहलोइओ चेव । धम्मो न उज्झियव्वो ત િવદુગાવિત્તી Iકા” Íરૂ-રૂા.
“ઘણા લોકોએ જે આચર્યું છે તે અમે આચરીએ છીએ એમ માનનારા તે અસંવિગ્ન પુરુષો; અલ્પ એવા સાધુભગવંતોની જે નિંદા કરે છે; તે, પોતે સ્વીકારેલ મિથ્યાભૂત આચારનો ત્યાગ નહિ કરવાનું માનવાથી મિથ્યાત્વીઓના ગુણને જોવાના સ્વભાવે પ્રવર્તી છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે અસંવિગ્ન જનો દુષ્ટ પ્રવૃત્તિઓ તો કર્યા જ કરે છે. અને સાથે સાથે બહુ જ પરિમિત સંખ્યામાં રહેલા સાધુઓની એ નિન્દા કરે છે. “ઘણા લોકોએ આચરેલું અમે કરીએ છીએ, અમારી બહુમતી છે, આ સાધુઓ તો થોડા છે, સંવિગ્નપણાનું તેમને અભિમાન છે અને દંભને સેવનારા છે.” - આવી જાતના અભિમાનને ધરનારા અસંવિગ્નજનો ખૂબ જ અલ્પસંખ્યામાં રહેલા સાધુઓની એ રીતે નિંદા કરે છે. તેમની આ નિંદા; ઘણા લોકોથી કરાયેલ આચરણ મિથ્યાસ્વરૂપ હોવા છતાં તેનો ત્યાગ નહિ કરવાનું સ્વીકારવાથી સ્પષ્ટ છે કે મિથ્યાત્વીઓના ગુણને જોઈને પ્રવર્તેલી છે. કારણ કે સમ્યકત્વવંત આત્માઓની અપેક્ષાએ મિથ્યાત્વીઓની સંખ્યા ઘણી છે. સદાને માટે તેમની જ (મિથ્યાત્વીઓની જ) બહુમતી રહેવાની.
એક પરિશીલન
૧૦૧
Page #105
--------------------------------------------------------------------------
________________
ઘણાઓએ આચરેલ જ આચરવાનું હોય તો મિથ્યાત્વીઓનો જ ધર્મ આરાધવો પડશે. આ જ વાત ઉપદેશપદમાં જણાવી છે કે – બહુજનપ્રવૃત્તિ માત્ર જેમને માન્ય હોય તેમણે લૌકિક ધર્મનો ત્યાગ કરવો નહિ, કારણ કે બહુજનપ્રવૃત્તિ લૌકિક ધર્મમાં છે.
વસ્તુની સદસરૂપતાનો વિચાર કર્યા વિના, માત્ર ઘણા લોકોની એ પ્રવૃત્તિ છે; એમ માનીને તેને ઉપાદેય માનનારા માટે અહીં જણાવેલી વાતનો વિચાર કરવાનું ખૂબ જ આવશ્યક છે. એકતા, સંગઠન અને બહુમતીના નામે આજે જે રીતે મનસ્વીપણે આચરણ કરાય છે - તે ખૂબ જ ચિંતાજનક છે. ગંભીરપણે એ અંગે વિચારવામાં નહિ આવે તો આજની પરિસ્થિતિ
ક્યાં જઈને અટકશે - એ કહી શકાય એમ નથી. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શબ્દના પ્રામાણ્યના ઉદ્દેશની હાનિ થાય એ રીતે શિષ્ટાચારનું પ્રામાણ્ય કોઈ પણ ન જ માને એ સમજી શકાય છે. સ્પષ્ટ પાઠ હોવા છતાં અને એ મુજબ ખૂબ જ સરળતાથી વર્તી શકાય એમ હોવા છતાં માત્ર બીજાની સાથે રહેવા માટે આચારમાં ફેરફાર કરવો એ શિષ્ટાચરણ નથી – એનો ખ્યાલ મુમુક્ષુઓએ તો રાખવો જોઈએ. પોતાની જાતને શિષ્ટ માન્યા કરતાં શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શબ્દને અનુસરવામાં આપણા સૌનું હિત સમાયેલું છે. ૩-૧૩ ઉપર જણાવ્યા મુજબના અશિષ્ટાચરણની દુષ્ટતા વર્ણવાય છે
इदं कलिरजः पर्वभस्म भस्मग्रहोदयः ।
खेलनं तदसंविग्नराजस्यैवाधुनोचितम् ॥३-१४॥ રૂમિતિ–વ્યm: Il3-9૪ો.
શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે અસંવિગ્ન પુરુષોનું આચરણ કઈ જાતનું દુષ્ટ છે - તે જણાવવા પૂર્વક વર્તમાનમાં તેમનો જે અભ્યદય જણાય છે તેનું કારણ આ શ્લોકથી જણાવાય છે. આ દુષ્ટ આચરણ) કલિકાલની રજ છે. તેમ જ ભસ્મગ્રહના ઉદય સ્વરૂપ આ હોળીની રાખ છે. આવી ધૂળ અને રાખથી રમવાનું કાર્ય અસંવિગ્નોમાં શ્રેષ્ઠ એવા પુરુષને જ હાલમાં ઉચિત છે. જે સામાન્યથી પણ શિષ્ટ હોય તેને આવી રમત કરવાનું ગમે એવું જ નથી. આથી સમજી શકાશે કે હોળીની રાખ અને કલિકાલની રજથી રમવાનું જેમ શિષ્ટજનોચિત નથી, તેમ અસંવિગ્નજનોચિત આચરણ પણ શિષ્ટ પુરુષોને છાજે એવું નથી. આમ છતાં જ્યાં જઈએ
ત્યાં હોળીના દિવસોમાં રાખથી રમનારા અશિષ્ટ પુરુષો જ જોવા મળશે. તે દિવસોમાં તો શિષ્ટ પુરુષોને ઘરની બહાર નીકળવાનું પણ કપરું થઈ પડે છે. આવું જ ભસ્મગ્રહોદયના પ્રભાવે બન્યું છે. અસંવિગ્ન પુરુષોનો પુણ્યપ્રકર્ષ લગભગ બધે જ જોવા મળે છે. સંવિગ્ન પુરુષોને તો લગભગ શોધવા નીકળવું પડે તેમ છે - આ એક ભસ્મગ્રહની જ અસર છે. એક બાજુ દુષ્ટ આચરણ અને બીજી બાજુ પુણ્યનો ઉદય – આ ભસ્મગ્રહોદયની દુષ્ટ અસર છે. એના ઉપક્રમે
૧૦૨
માર્ગ બત્રીશી
Page #106
--------------------------------------------------------------------------
________________
અસંવિગ્નો દિન-પ્રતિદિન પૂજાતા જ રહેવાના. હોળીની રાખમાં રમવું કે ન રમવું - એનો નિર્ણય આપણે જાતે જ કરવો પડશે. દુનિયાની હોળી તો વરસમાં એક વાર આવે છે. અહીં તો સદાને માટે હોળી છે. તેની રાખમાં રમવાનું સર્વથા દૂર કર્યા વિના ચાલે એવું નથી.
અસંવિગ્ન પુરુષોની આચરણાને અહીં હોળીમાં રમનારા અશિષ્ટ જનોના આચાર જેવી વર્ણવી છે. એનાથી એની દુષ્ટતાનો ખ્યાલ આવી જાય છે. ભસ્મગ્રહની અસરના કારણે એવા લોકોનો આદર થતો જ રહેવાનો. એ ખ્યાલમાં રાખી મુમુક્ષુઓએ એવા આદરાદિને જોઈને પ્રભાવિત થવું ના જોઇએ. અન્યથા અસંવિગ્ન જનોના આચરણથી દૂર રહી શકાશે નહિ. /૩-૧૪
અસંવિગ્ન જનોની આચરણાને દુષ્ટ સ્વરૂપે વર્ણવીને પ્રસંગથી કેટલાક સંવિગ્નમહાત્માઓના આચરણની દુષ્ટતા જણાવાય છે–
समुदाये मनाग्दोषभीतैः स्वेच्छाविहारिभिः ।
संविग्नैरप्यगीतार्थः परेभ्यो नातिरिच्यते ॥३-१५॥ समुदाय इति-समुदाये मनाग्दोषेभ्य ईषत्कलहादिरूपेभ्यो भीतैः । स्वेच्छाविहारिभिः स्वच्छन्दचारिभिः । संविग्नैरपि बाह्याचारप्रधानैरपि । अगीतार्थः । परेभ्योऽसंविग्नेभ्यो नातिरिच्यते नाधिकीभूयते ||3-94/
સમુદાયમાંના થોડા દોષથી ગભરાયેલા એવા પોતાની ઇચ્છા મુજબ વિચરનારા અગીતાર્થ સંવિગ્નજનો પણ અસંવિગ્ન જનોથી જુદા નથી.” - આ પ્રમાણે શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય એ છે કે સમુદાયમાં; ગુરુભગવંતની સાથે રહેવાથી કોઈ વાર સહવર્તી સાધુઓની સાથે સામાન્ય ઝઘડો થઈ જાય, દોષિત ગોચરીપાણી કે વસતિ વગેરે ગ્રહણ કરવા પડે... વગેરે થોડા દોષો સેવવા પડે છે, જેના પરિણામે પાપબંધ થાય છે - આવા પ્રકારના ભયને લઇને પોતાની ઇચ્છા મુજબ કેટલાક સંવિગ્ન પુરુષો સમુદાયથી અલગ થઈને વિહાર કરે છે. ખરી રીતે તો આવાઓને સંવિગ્ન માની શકાય નહિ. પરંતુ કપડાંનો કાપ કાઢવો નહિ; અલ્પ ઉપાધિ રાખવી, ગમે તેવાં વસ-પાત્ર રાખવાં ઇત્યાદિ બાહ્ય આચારો ઉત્કટ રીતે તેઓ પાળે છે. તેથી તે આચાર(બાહ્ય આચાર)ની અપેક્ષાએ તેમને અહીં સંવિગ્ન તરીકે વર્ણવ્યા છે. બાકી તો સ્વેચ્છાચારી હોવાથી અગીતાર્થ અને અસંવિગ્ન જ છે. માત્ર બાહ્ય આચારને જોઇને સંવિગ્ન તરીકે તેઓને વર્ણવ્યા છે.
આ રીતે સમુદાય-ગુરુકુલવાસમાં રહેવાથી સંભવિત તે દોષથી ઉત્પન્ન ભયના કારણે સમુદાયથી છૂટા પડી પોતાની ઇચ્છા મુજબ જેઓ વિચરે છે તે અગીતાર્થ એવા સંવિગ્ન જનો અસંવિગ્ન જનોની અપેક્ષાએ કાંઈ જુદા- સારા નથી. જેમ અસંવિગ્ન જનો પોતાના અનાચારથી
એક પરિશીલન
૧૦૩
Page #107
--------------------------------------------------------------------------
________________
દોષના ભાજન બને છે, તેમ આ સ્વેચ્છાચારી અગીતાર્થ સંવિગ્નો પણ પોતાના ઉત્કટ બાહ્ય આચારથી દોષના જ ભાજન બને છે. li૩-૧પણી સ્વેચ્છાવિહારી અગીતાર્થ સંવિગ્ન જનોને પ્રાપ્ત થતા દોષને જણાવાય છે–
वदन्ति गृहिणां मध्ये पार्थस्थानामवन्द्यताम् ।
યથાશ્મન્દ્રતયાત્માનવાં નાનને ન તે રૂ-૧દ્દો वदन्तीति-परदोषं पश्यन्ति, स्वदोषं च न पश्यन्तीति महतीयं तेषां कदर्थनेति भावः ॥३-१६।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે સમુદાયને છોડીને પોતાની ઇચ્છા મુજબ વિચરનારા સંવિગ્ન અગીતાર્થ સાધુઓ વ્યાખ્યાનાદિમાં ગૃહસ્થોને સમજાવતા હોય છે કે પાર્શ્વસ્થ (પાસસ્થા) શિથિલાચારી વંદનીય નથી. એ શિથિલ હોવાથી તેમને વંદન કરીએ તો પાપ લાગે... વગેરે કહીને પોતાના પરિચિતોને પાસત્કાદિ સાધુઓને વંદન કરતા રોકે છે. પરંતુ પોતે યથાશૃંદ એટલે કે પોતાની ઇચ્છા મુજબ વર્તનારા હોવા છતાં, પોતે પણ વંદનીય નથી – એ વાતને જાણતા નથી. આ રીતે સંવિગ્ન અગીતાર્થ બીજાના દોષ જુએ છે, પરંતુ પોતાના દોષ તેઓ જોતા નથી. તેમની આ મોટી કદર્થના છે. આવી કદર્થના આજે ઘણા લોકો અનુભવી રહ્યા છે, પણ તેનો તેમને ખ્યાલ આવે એવી કોઈ શક્યતા જણાતી નથી.
કહેવાતા બે-તિથિવર્ગ ઉપર જેટલા તેઓ આક્ષેપ કરી રહ્યા છે, એ બધા જ આક્ષેપો એમની જાત માટે પણ કરી શકાય છે. પરંતુ શિષ્ટાચરણના નામે અશિષ્ટ જનોના આચરણને વિસ્તારવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. જીતાચારના નામે શાસ્ત્રનિષિદ્ધ આચરણના વ્યવસ્થાપનનો ઉદ્દેશ સિદ્ધ કરવા તેઓ પ્રયત્નશીલ છે. આજથી સેંકડો વર્ષ પૂર્વે જણાવેલી વાતો તેના યથાર્થ સ્વરૂપે આજે આપણે જોઈ શકીએ છીએ. સંવિગ્ન અગીતાર્થોની પ્રવૃત્તિમાં કોઈ પણ જાતનો સુધારો થાય એવી આશા લગભગ નથી. આપણે એમની વાતોમાં આવી ના જઇએ. એટલે બસ !
ઓછા-વધતા પ્રમાણમાં આવા લોકોનો વર્ગ લગભગ દરેક સમુદાયમાં જ નહિ દરેક ગ્રુપમાં તૈયાર થઈ ગયો છે. ઉત્કટ આચારોના નામે સ્વેચ્છા મુજબ જીવવાનો ઉપાય સંવિગ્ન અગીતાર્થ મહાત્માઓએ બરાબર શોધી લીધો છે. ગુરુપરતંત્ર્ય સમગ્ર સાધુસામાચારીનો એકમાત્ર આધાર છે. સ્વેચ્છાચારિતાએ એ એકમાત્ર આધારને જ તોડી પાડ્યો છે. આધાર વિનાના આધેયની કેવી દશા થાય - એનું વર્ણન કરવાની ખરેખર જ જરૂર નથી. આપણે એ નજરે જોઈ જ રહ્યા છીએ. સંવિગ્ન (બાહ્યાચરણની અપેક્ષાએ) અગીતાર્થોનું સ્વેચ્છાચારિતા એ ખૂબ જ મોટું દૂષણ છે. ૩-૧દી
સંવિગ્ન અગીતાર્થ આત્માઓ સમુદાયના દોષોના કારણે સમુદાયથી છૂટા થયા છે, જલસા કરવા માટે તેઓ છૂટા થયા નથી. પોતાની બુદ્ધિ મુજબ ચારિત્રની ઉત્કટ આરાધના તેઓ
૧૦૪
માર્ગ બત્રીશી
Page #108
--------------------------------------------------------------------------
________________
કરે છે. એ ઉત્કટ આરાધનાથી જ તેમને મોક્ષની પ્રાપ્તિ થશે. તો પછી તેમને કદર્થનાનો સંભવ ક્યાં છે? – આવી શંકાનું સમાધાન કરાય છે–
गीतार्थपारतन्त्र्येण ज्ञानमज्ञानिनां मतम् ।
विना चक्षुष्मदाधारमन्धः पथि कथं व्रजेत् ॥३-१७॥ गीतार्थेति-मुख्यं ज्ञानं गीतार्थानामेव तत्पारतन्त्र्यलक्षणं गौणमेव तदगीतार्थानामिति भावः ।।३-१७।।
“અજ્ઞાનીઓને ગીતાર્થની પરતંત્રતાના કારણે જ્ઞાન છે. દેખતા માણસના આધાર વિના અંધ માણસ માર્ગમાં કઈ રીતે ગમન કરે ?” – આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે – મોક્ષપ્રાપ્તિની ભાવનાથી મોક્ષમાર્ગે ગમન કરતી વખતે મુમુક્ષુ આત્માઓને એની ખબર છે કે જ્ઞાન અને ક્રિયા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાન અને ક્રિયામાં પણ પ્રધાનતા જ્ઞાનની છે. ક્રિયા પણ જ્ઞાનપૂર્વકની હોય તો મોક્ષની પ્રત્યે કારણ બને છે, અન્યથા તે કારણ બનતી નથી. સંયમજીવનની સાધનામાં જ્ઞાનનું કેવું મહત્ત્વ છે એ સૌ કોઇ સમજે છે.
સમુદાયના થોડા દોષોથી ગભરાઈને જેઓ સમુદાયને છોડીને જતા રહે છે; તે બધાને જ્ઞાનની જ પ્રાપ્તિ થતી નથી. કારણ કે મુખ્યપણે જ્ઞાન; ગીતાર્થમહાત્માઓને જ હોય છે. તેઓશ્રીની પરમતારક આજ્ઞા મુજબ વર્તનારા અજ્ઞાનીઓને પણ જ્ઞાન મનાય છે, જે ગીતાર્થની પરતંત્રતા સ્વરૂપ છે. સંવિગ્ન (માત્ર બાહ્યાચરણની અપેક્ષાએ) અને અગીતાર્થ એવા એ સાધુઓ સ્વેચ્છાચારી હોવાથી ગીતાર્થ નથી અને ગીતાર્થપરતંત્ર પણ નથી. તેથી ઉભય રીતે મુખ્ય અને ગૌણ રીતે) તેમને જ્ઞાન નથી. જ્ઞાન વિના તેમના ઉત્કટ પણ આચારથી મોક્ષની પ્રાપ્તિ શક્ય નહિ જ બને. તેથી તેમને કદર્થના સ્પષ્ટ છે. કષ્ટ વેઠ્યા પછી પણ જ્યારે ફળની પ્રાપ્તિ થતી નથી, ત્યારે તે કષ્ટ વેઠવાની પ્રવૃત્તિ કદર્થનાસ્વરૂપ છે. તે એક જાતનું અજ્ઞાનકષ્ટ છે. એનાથી ખાસ કોઈ લાભ નથી, ઉપરથી નુકસાન ઘણું છે. મોક્ષપ્રાપ્તિ માટે સાધનાનો આરંભ કર્યા પછી નહિ જેવા દોષના નિવારણ માટે સ્વચ્છંદી બની સંસારમાં પરિભ્રમણ કરવું - એના કરતાં બીજી કોઈ મોટી કદર્થના છે? તેથી ગીતાર્થપાતંત્ર્ય કોઈ પણ રીતે મેળવી લેવું જોઈએ. એના ત્યાગમાં હિત નથી. If૩-૧૭ ગીતાર્થપાતંત્ર્યનો ત્યાગ કરનારાને જે ફળ મળે છે - તેનું વર્ણન કરાય છે
तत्त्यागेनाफलं तेषां शुद्धोञ्छादिकमप्यहो ।
विपरीतं फलं वा स्यानोभङ्ग इव वारिधौ ॥३-१८॥ तदिति-तत्त्यागेन गीतार्थपारतन्त्र्यपरिहारेण तेषां संविग्नाभासानां शुद्धोञ्छादिकमप्यफलं विपरीतफलं वा स्यात् । वारिधाविव नौभङ्गः ॥३-१८॥
એક પરિશીલન
૧૦૫
Page #109
--------------------------------------------------------------------------
________________
“ગીતાર્થપાતંત્ર્યનો ત્યાગ કરવાથી સંવિગ્નાભાસીઓની શુદ્ધભિક્ષા ગ્રહણ કરવાદિની પ્રવૃત્તિ ફળથી રહિત છે તેમ જ સમુદ્રમાં નૌકાનો ભંગ થવા સ્વરૂપ વિપરીત ફળવાળી છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ગીતાર્થનું પાતંત્ર્ય છોડીને પોતાની ઇચ્છા મુજબ જેઓ સમુદાયથી જુદા સ્વતંત્રપણે વિચરે છે; તેઓ સંવિગ્નાભાસી છે. આવા સંવિગ્નાભાસીઓ જે કોઈ; શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરવી; નવકલ્પી વિહાર કરવા; મલિનવસ્ત્ર ધારણ કરવાં અને અપ્રમત્તપણે બધી ક્રિયાઓ કરવી... વગેરે પ્રવૃત્તિ કરે છે તેનું કોઈ જ ફળ નથી. કારણ કે એ બધી સ્વેચ્છામૂલક છે, પૂ. ગીતાર્થ ગુરુભગવંતની આજ્ઞામૂલક નથી. કોઈ પણ પ્રવૃત્તિની સફળતા તેની ગીતાર્થપરતંત્રતાના કારણે છે. વિહિત હોવા છતાં પણ જે પ્રવૃત્તિ ગીતાર્થની નિશ્રા વિના કરાયેલી છે તેનું કોઈ જ ફળ નથી. એટલું જ નહિ તેનું વિપરીત ફળ પ્રાપ્ત થાય છે. સમુદ્રને પાર જવા માટે નાવમાં બેસીને નીકળ્યા પછી અધવચ્ચે નાવ ભાંગી જાય તો; ઇષ્ટસ્થાને તો ન જ પહોંચાય પરંતુ મધ્ય દરિયે ડૂબી જવાય. આવું જ સંવિગ્નાભાસીઓના જીવનમાં બને છે. આ સંસારસમુદ્રથી પાર ઊતરવા માટે તેઓએ સંયમનૌકાનો આશ્રય તો લીધો પરંતુ ગીતાર્થ-પારતંત્રનો ત્યાગ કરવાથી તેમની નૌકા જ ભાંગી ગઈ. આવી દશામાં તેમને તેમની પ્રવૃત્તિથી ઇષ્ટ-મોક્ષની પ્રાપ્તિ તો થતી જ નથી, પરંતુ વિપરીત ફળ સ્વરૂપે ભવસમુદ્રમાં ડૂબવાનું જ થાય છે – એ સમજી શકાય છે.
શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ આરાધના કરવાના બદલે પોતે માની લીધેલી આરાધના કરવાથી કેવી સ્થિતિ થાય છે – તે દષ્ટાંતથી ખૂબ જ સ્પષ્ટપણે અહીં વર્ણવી છે. દાંતનો પરમાર્થ સારી રીતે સમજાય છે. મધ્ય દરિયે નૌકાનો ભંગ થાય તો કેવી કરુણ-દયનીય પરિસ્થિતિ સર્જાય - એને આપણે સૌ બરાબર સમજી શકીએ છીએ. એથી પણ ભયંકર સ્થિતિ સંવિગ્નાભાસોની છે. ભવસમુદ્રની ભયંકરતા સમજાયા વગર ગીતાર્થના પાતંત્ર્યનું મૂલ્ય સમજાશે નહિ. આ સંસારસમુદ્રથી તારનારાં બધાં જ સાધનોની તારકતા ગીતાર્થના પારતંત્રને લઇને છે. એ રીતે જોઈએ તો સમજી શકાશે કે ગીતાર્થના પરતંત્રને છોડીને બીજું કોઈ જ સાધન સંસારસમુદ્રથી તારનારું નથી. ગીતાર્થની પરતંત્રતાનો સ્વીકાર કરવા મન તૈયાર થતું નથી - એનું વાસ્તવિક કારણ એક જ છે કે ભવની ભયંકરતાનો હજી ખ્યાલ આવ્યો નથી. આવી સ્થિતિમાં ભવસમુદ્ર કઈ રીતે તરાશે? ભવની નિર્ગુણતાનો વાસ્તવિક રીતે પ્રત્યય (વિશ્વાસ) થાય એ પૂર્વે જ ધર્મક્રિયા કરવાનું ચાલુ કર્યા પછી પણ ભવનિર્ગુણતાની વાસ્તવિક પ્રતીતિ કરવા માટે જે રીતે ઉપેક્ષા સેવાય છે, તે અત્યંત ચિંતાજનક છે. મોક્ષની સાધનાનો છેદ કરનાર સ્વચ્છંદતાને દૂર કરવાનું સામર્થ્ય માત્ર ગુરુપરતંત્રમાં છે. એના ત્યાગથી અહિત જ થશે. ૩-૧૮
यदि नामैतेषां नास्ति ज्ञानं, कथं तर्हि मासक्षपणादिदुष्करतपोऽनुष्ठातृत्वमित्यत आह
૧૦૬
માર્ગ બત્રીશી
Page #110
--------------------------------------------------------------------------
________________
સંવિગ્નાભાસીઓએ ગીતાર્થના પારતંત્રનો ત્યાગ કર્યો હોવાથી તેમને જો જ્ઞાન નથી તો જ્ઞાનથી રહિત એવા તેઓ દુઃખે કરીને કરી શકાય એવા માસક્ષમણ વગેરે શા માટે કરે? (અર્થાત તેમનાં તે તે દુષ્કર અનુષ્ઠાનોને જોઇને તેમને વિશિષ્ટ જ્ઞાન છે એમ માનવું જોઇએ.) - આવી શંકાનું નિરાકરણ કરવા માટે ઓગણીસમો શ્લોક છે–
अभिन्नग्रन्थयः प्रायः कुर्वन्तोऽप्यतिदुष्करम् ।
बाहा इवाव्रता मूढा ध्वाङ्क्षज्ञातेन दर्शिताः ॥३-१९॥ अभिनेति-अभिन्नग्रन्थयोऽकृतग्रन्थिभेदाः । प्रायः कुर्वन्तोऽप्यतिदुष्करं मासक्षपणादिकं बाह्या इवाव्रताः स्वाभाविकव्रतपरिणामरहिताः । मूढा अज्ञानाविष्टाः । ध्वाङ्क्षज्ञातेन वायसदृष्टान्तेन दर्शिताः । यथा हि केचन वायसा निर्मलसलिलपूर्णसरित्परिसरं परित्यज्य मरुमरीचिकासु जलत्वभ्रान्तिभाजस्ताः प्रति प्रस्थिताः, तेभ्यः केचनान्यैर्निषिद्धाः प्रत्यायाताः सुखिनो बभूवुः, ये च नायातास्ते मध्याह्रार्कतापतरलिताः पिपासिता एव मृताः । एवं समुदायादपि मनाग्दोषभीत्या ये स्वमत्या विजिहीर्षवो गीतार्थनिवारिताः प्रत्यावर्तन्ते, तेऽपि ज्ञानादिसंपद्धाजनं भवन्ति, अपरे तु ज्ञानादिगुणेभ्योऽपि भ्रश्यन्तीति । तदिदमाहपायं अभिन्नगंठ तवाइ तह दुकरं पि कुव्वंता । बज्झव्व ण ते साहू धंखाहरणेण विनेया ।।१।।" आगमेऽप्युक्तं-“नममाणा वेगे जीविअं विप्परिणामंति” । द्रव्यतो नमन्तोऽप्येके संयमजीवितं विपरिणामત્તિ નારયન્તી ચેતવર્ણ: રૂ98I/
સંવિગ્નાભાસો પ્રાય: ગ્રંથિભેદ કરેલા નથી હોતા. અત્યંત દુષ્કર એવા તપ વગેરે કરતા હોવા છતાં તેઓ બાહ્ય-સાધુસંન્યાસી જેવા, કાગડાના દાંતથી મૂઢ છે.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે જેઓ સમુદાયમાં પ્રાપ્ત થતા કલહ વગેરે દોષોના ભયથી ગીતાર્થપારતંત્રનો ત્યાગ કરી સ્વચ્છંદપણે વિચરે છે તે સંવિગ્નાભાસો પ્રાય: કરીને ગ્રંથિ(રાગ-દ્વેષનો ગાઢ પરિણામ)ના ભેદને કરેલા હોતા નથી. અન્ય (મિથ્યાષ્ટિ) સંન્યાસીઓની જેમ અત્યંત દુષ્કર એવા માસક્ષમણ તપ વગેરેને કરતા હોવા છતાં તેમને સ્વાભાવિક રીતે વ્રતવિરતિ)ના પરિણામ હોતા નથી. કાગડાના દાંતથી તેમને અજ્ઞાનથી આવિષ્ટ-મૂઢ તરીકે જણાવ્યા છે.
જેમ કે કેટલાક કાગડાઓ નિર્મળ એવા પાણીથી પરિપૂર્ણ એવા સરોવરના વિસ્તારને છોડીને જળના ભ્રમથી મૃગજળ તરફ ચાલવા માંડ્યા. ત્યારે કેટલાકે તેમને ત્યાં જતા રોક્યા. તે વખતે તેમનું માનીને જે પાછા ફર્યા તે સુખી થયા. જે પાછા ન આવ્યા તે મધ્યાહ્નના સૂર્યના પ્રખર તાપથી વ્યાકુળ બનેલા તરસ્યા જ મરી ગયા. આવી જ રીતે થોડા દોષથી ભય પામીને સમુદાયથી છૂટા પડીને પોતાની મતિકલ્પનાથી વિહરવાની ઇચ્છાવાળા સંવિગ્નાભાસોને ગીતાર્થમહાત્માઓએ છૂટા પડતા રોક્યા. તેમનું માનીને જેઓ સમુદાયમાં રહ્યા તે એક પરિશીલન
૧૦૭
Page #111
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનાદિસંપત્તિના ભાજન બન્યા. પરંતુ જેમણે ગીતાર્થભગવંતોની વાત માની નહિ અને સમુદાયથી છૂટા થઈને મનસ્વીપણે વિચરવા લાગ્યા; તેઓ જ્ઞાનાદિગુણોથી ભ્રષ્ટ થયા. આ વસ્તુને જણાવતાં અન્યત્ર પણ કહ્યું છે કે – પ્રાયઃ ગ્રંથિભેદને નહિ કરેલા એવા (સંવિગ્નાભાસો) તપ વગેરે દુષ્કર કરતા હોય છે, પરંતુ તે સાધુઓ બાહ્ય(શાસન-બાહ્ય) સંન્યાસીઓની જેમ કાગડાના દષ્ટાંતથી જાણવા. આ વિષયમાં શ્રી આચારાંગસૂત્રમાં પણ ફરમાવ્યું છે કે – કેટલાક (સંવિગ્નાભાસો) દ્રવ્યથી સંયમજીવનની સાધના કરે છે, પરંતુ સંયમજીવનનો નાશ કરે છે. અર્થાત્ બાહ્ય રીતે ઉત્કટ તપ વગેરે દુષ્કર અનુષ્ઠાનો કરવા છતાં ગીતાર્થપાતંત્ર્ય વગેરેનો ત્યાગ કરવા દ્વારા ભાવથી સંયમજીવનનો નાશ કરે છે.
સંવિગ્નાભાસો ગીતાર્થપારતંત્રનો ત્યાગ કરી પોતાની ઈચ્છા મુજબ સમુદાયથી છૂટા રહીને જે સંયમની આરાધના કરે છે - તેને ઉપાદેય ન માને અને વહેલામાં વહેલી તકે ગુરુપાતંત્ર્ય કેળવી લેવાની ભાવના હોય એવા જીવો ભિન્નગ્રંથિવાળા હોય છે – એ જીવોના વ્યવચ્છેદ માટે શ્લોકમાં પ્રાયઃ પદનું ઉપાદાન છે.. ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. અન્યથા ગ્રંથકારશ્રીના કહેવાના આશય સુધી પહોંચવાનું શક્ય નહીં બને. ૩-૧લા
પોતાની સ્વચ્છંદપણે વિચારવાની પ્રવૃત્તિને ઉપાદેય માનનારા સંવિગ્નાભાસો કેવા હોય છે તે જણાવાય છે–
वदन्तः प्रत्युदासीनान् परुषं परुषाशयाः ।
विधासादाकृतेरेते महापापस्य भाजनम् ॥३-२०॥ वदन्त इति-उदासीनान् मध्यस्थान् शिक्षापरायणान् प्रति । परुषं “भवन्त एव सम्यक्रियां न कुर्वते कोऽयमस्मान् प्रत्युपदेशः” इत्यादिरूपं वचनं । वदन्तः । परुषोऽज्ञानावेशादाशयो येषां ते तथा । एते आकृतेराकारस्य । विश्वासान्महापापस्य परप्रतारणलक्षणस्य भाजनं भवन्ति । पामराणां गुणाभासमात्रेणैव स्खलनसम्भवात् ॥३-२०॥
ગીતાર્થના પારતંત્રનો ત્યાગ કરવાની પ્રવૃત્તિને કરનારા મહાત્માઓને; કોઈ પણ અંગત દ્વેષ ન હોવા છતાં માત્ર હિતબુદ્ધિથી મધ્યસ્થ પુરુષો જ્યારે હિતશિક્ષા આપે ત્યારે, “તેમની પ્રત્યે અજ્ઞાનના આવેશને લઇને કઠોર આશયવાળા તે મહાત્માઓ કઠોર વચનો બોલતા હોય છે. તેથી તેઓ તેમની બાહ્ય-ઉત્કટ આચારાદિ સ્વરૂપ આકૃતિ ઉપરના વિશ્વાસથી મહાપાપનું ભાજન બને છે...” – આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો ભાવ એ છે કે; ગીતાર્થના પાતંત્ર્યનો ત્યાગ કરી સ્વચ્છંદપણે જેઓ વિચરે છે, ત્યારે તેમને અલનાનો ચિકાર સંભવ હોય છે. એવી જ કોઈ સ્કૂલનાને જોઈને કોઈ ગીતાર્થમહાત્માઓ જ્યારે તેમને હિતશિક્ષા આપે છે ત્યારે તે મહાત્માઓ સામેથી તેમને કહેતા ૧૦૮
માર્ગ બત્રીશી
Page #112
--------------------------------------------------------------------------
________________
હોય છે કે “તમે જ ક્રિયાઓ બરાબર કરતા નથી. અમે તો બધી ક્રિયાઓ બરાબર કરીએ છીએ. તમારે અમને ઉપદેશ આપવાની જરૂર નથી.”... વગેરે કહેતી વખતે સ્વચ્છંદીઓનો; અજ્ઞાનના કારણે ઉત્પન્ન થયેલા આવેશને લઇને કઠોર આશય હોય છે. એ આશયથી ખૂબ જ કઠોર ભાષા તેઓ બોલતા હોય છે. પરંતુ શુદ્ધભિક્ષા અને મલિનવસ્ત્રને ધારણ કરવાદિ સ્વરૂપ તેમની આકૃતિ (બાહ્ય પ્રવૃત્તિ) ઉપર લોકોને વિશ્વાસ હોવાથી લોકોને ઠગવા સ્વરૂપ મહાપાપના તેઓ ભાજન બને છે. ગુણના આભાસમાત્રથી પામર પુરુષો ખૂબ જ સહેલાઈથી ઠગાતા હોય છે.
આથી સમજી શકાશે કે ગીતાર્થપાતંત્ર્યને સ્વીકારવાનું કેટલું દુષ્કર છે. બાહ્ય દૃષ્ટિએ ઉત્કટ ચારિત્રને ધારણ કરવા છતાં ગીતાર્થની આજ્ઞામાં રહેવાનું ખૂબ જ કપરું છે. ગીતાર્થની આજ્ઞામાં રહેવાનું મન ન હોય તો તે ઉત્કટ ચારિત્ર; ગુણનું કારણ બનતું નથી પરંતુ ગુણાભાસનું જ કારણ બનતું હોય છે. ગુણ અને ગુણાભાસની વચ્ચેના ભેદને સમજી નહિ શકનારા પામર પુરુષો ગુણાભાસને જ ગુણ માની લે છે, જેથી પરિણામે તેમને ઠગાવાનું બને છે. એમાં સ્વચ્છંદપણે વિચરનારા સંવિગ્નાભાસો પ્રબળ નિમિત્ત બને છે અને તેથી જ તેઓ મહાપાપના ભાજન બને છે. વિશ્વસ્ત જનોને ઠગવાનું પાપ ઘણું જ ભયંકર છે, ઈત્યાદિ યાદ રાખવું જોઇએ. આચારનો પ્રેમ કેળવતાં પહેલાં આજ્ઞા પ્રત્યે પ્રેમ કેળવી લેવો જોઈએ. અન્યથા આચારના પ્રેમનું જ નહિ, પાલનનું પણ કોઈ જ મહત્ત્વ નથી. Il૩-૨૦માં
ઉપર જણાવ્યા મુજબ સ્વચ્છંદપણે વિચરનારા સંવિગ્નાભાસોનું વર્ણન કરીને હવે સંવિઝપાક્ષિકોનું નિરૂપણ કરાય છે–
ये तु स्वकर्मदोषेण प्रमाद्यन्तोऽपि धार्मिकाः ।
संविग्नपाक्षिकास्तेऽपि मार्गान्वाचयशालिनः ॥३-२१॥ ये त्विति-ये तु स्वकर्मदोषेण वीर्यान्तरायोदयलक्षणेन । प्रमाद्यन्तोऽपि क्रियासु अवसीदन्तोऽपि । धार्मिका धर्मनिरताः । संविग्नपाक्षिकाः संविग्नपक्षीकृताः । तेऽपि । मार्गस्यान्वाचयो भावसाध्वपेक्षया पृष्ठलग्नतालक्षणस्तेन शालन्त इत्येवंशीलाः । तदुक्तं-“लब्भिहिसि तेण पहं ति” ।।३-२१॥
આશય એ છે કે આ પૂર્વે સામાન્યથી સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થનું આચરણ માર્ગ છે - એ જણાવીને તેનાથી તદન જુદા એવા સંવિગ્નાભાસોનું આચરણ મોહથી થતું હોવાથી માર્ગ નથી : તે વર્ણવ્યું. હવે જેઓ સ્વયં ગીતાર્થ છે પરંતુ વિયતરાયકર્મના ઉદયથી ચારિત્રની આરાધનામાં શિથિલ છે, એવા સંવિગ્નપાલિકોનો આચાર માર્ગ છે કે નહિ? – આવી શંકાના સમાધાન માટે એકવીસમો શ્લોક છે. તેનો અર્થ એ છે કે “પોતાના તીવ્ર એવા કર્મદોષથી ચારિત્રની ક્રિયામાં સિદાય છે છતાં જેઓ ધર્મમાં નિરત છે, તે સંવિગ્નપાલિકો માર્ગને વળગેલા છે.”
એક પરિશીલન
૧૦૯
Page #113
--------------------------------------------------------------------------
________________
કહેવાનું તાત્પર્ય એ છે કે જે સાધુભગવંતો માર્ગના જ્ઞાતા-ગીતાર્થ છે પરંતુ પૂર્વે ઉપાર્જેલા વીર્યંતરાયકર્મના ઉદય સ્વરૂપ કર્મદોષના કારણે ચારિત્રની તે તે ક્રિયાઓ કરવા સમર્થ થતા ન હોવા છતાં શક્ય ધર્મમાં નિરત છે, એવા સંવિગ્નપાક્ષિક (સંવિગ્ન સાધુઓનો પક્ષ સ્વીકારનારા) આત્માઓ ભાવસાધુઓની અપેક્ષાએ તેમની પાછળ લાગેલા હોવાથી માર્ગાવાચયશાલી છે. તેથી આ સંવિગ્નપાલિકોનો માર્ગ માર્ગપ્રાપક હોવાથી માર્ગ છે. આ વાત જણાવતાં ઉપદેશમાળામાં જણાવ્યું છે કે “તેનાથી મોક્ષમાર્ગ મળશે.” એનો આશય એ છે કે બહુવાર સમજાવવા છતાં સાધુવેષ પ્રત્યે અત્યંત રાગ હોવાથી જ્યારે કર્મના દોષથી શિથિલ આચારવાળા બનેલા આત્માઓ સાધુવેષનો ત્યાગ કરતા નથી ત્યારે તેમને કહેવામાં આવે છે કે “તો તમે સંવિગ્ન પાક્ષિકપણું સ્વીકારો તેથી તમને માર્ગ(મોક્ષમાર્ગની)ની પ્રાપ્તિ થશે. આ રીતે સંવિગ્નપાલિકોનો માર્ગ મોક્ષમાર્ગની પ્રાપ્તિનો માર્ગ હોવાથી માર્ગ છે. અહીં યાદ રાખવું જોઇએ કે સંવિગ્નપાક્ષિક આત્માઓને સાધુપણાની આવશ્યકાદિ ક્રિયા કરવાનું મન નથી – એવું નથી. માત્ર ભૂતકાળના પ્રબળ કર્મના ઉદયથી જ તેઓ તે તે ક્રિયાઓ કરવા માટે સમર્થ બનતા નથી. તેથી સાધુવેષ પ્રત્યેના તીવ્ર અનુરાગના કારણે તેઓ સાધુવેષનો ત્યાગ કરતા નથી અને સંવિગ્નપાણિકપણાનો સ્વીકાર કરે છે. આગળના શ્લોકોમાં વર્ણવાતા તેમના આચારોને જોતાં તેમની ગીતાર્થતાનો અને ચારિત્રધર્મનો પક્ષપાત સ્પષ્ટપણે સમજાશે. આગ વગેરેમાં ફસાયેલા પાંગળા માણસો ખસી શકતા ન હોવા છતાં તેમની જે મનઃસ્થિતિ છે, તેને આપણે સમજી શકતા હોઈએ તો સંવિગ્નપાક્ષિકોની પરિણતિને પણ આપણે સમજી શકીશું. ૩-૨ના
સંવિગ્નપાક્ષિક આત્માઓને ભવિષ્યમાં મોક્ષમાર્ગની જે પ્રાપ્તિ થાય છે, તેમાં કારણ બનતા એવા તેમના આચાર જણાવાય છે–
शुद्धप्ररूपणैतेषां मूलमुत्तरसम्पदः ।
सुसाधुग्लानिभैषज्यप्रदानाभ्यर्चनादिकाः ॥३-२२॥ शुद्धेति-एतेषां संविग्नपाक्षिकाणां । शुद्धप्ररूपणैव मूलं सर्वगुणानामाद्यमुत्पत्तिस्थानं, तदपेक्षं यतनाया एव तेषां निर्जराहेतुत्वात् । तदुक्तं-"हीणस्स वि सुद्धपरूवगस्स संविग्गपक्खवाइस्स । जा जा हविज्ज जयणा सा सा से निज्जरा होइ ।।१।।” इच्छायोगसम्भवाच्चात्र नेतराङ्गवैकल्येऽपि फलवैकल्यं । सम्यग्दर्शनस्यैवात्र सहकारित्वात् । शास्त्रयोग एव सम्यग्दर्शनचारित्रयोईयोस्तुल्यवदपेक्षणात् । तदिदमुक्तं“दंसणपक्खो सावय चरित्तभट्टे य मंदधम्मे य । दसणचरित्तपक्खो समणे परलोगकंखिमि ।।१।।” उत्तरसम्पद उत्कृष्टसम्पदश्च सुसाधूनां ग्लानेरपनायकं यझैषज्यं तत्पदानं चाभ्यर्चनं च तदादिकाः ॥३-२२।।
“સંવિગ્નપાલિકોને બધા ગુણોની ઉત્પત્તિના સ્થાન સ્વરૂપ શુદ્ધપ્રરૂપણા હોય છે અને સુસાધુઓને દવા આપવી, તેમની અભ્યર્થના કરવી વગેરે ઉત્કૃષ્ટ સંપદા હોય છે.” - આ પ્રમાણે
૧૧૦
માર્ગ બત્રીશી
Page #114
--------------------------------------------------------------------------
________________
બાવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ સંવિગ્નપાક્ષિકમહાત્માઓને ભવિષ્યમાં જે જે ગુણોની પ્રાપ્તિ થતી હોય છે તેના મૂળમાં તેઓની શુદ્ધ(માગ)પ્રરૂપણા કાર્યરત છે. કારણ કે તેઓ સાધ્વાચારનું પાલન કરવામાં અત્યંત શિથિલ હોવા છતાં સાધ્વાચાર પ્રત્યેના દૃઢપક્ષપાતના કારણે જે કોઈ પણ પ્રવૃત્તિ કરે છે તે યતનાપૂર્વક કરે છે. શુદ્ધપ્રરૂપણા; એ યતનામાં ખૂબ જ ઉપયોગી બને છે. શુદ્ધપ્રરૂપણાની અપેક્ષાવાળી તે યતના (શક્ય પ્રયત્ન પાપથી દૂર રહેવાનો પરિણામ) સંવિગ્નપાક્ષિક મહાત્માઓની કર્મનિર્જરાનું કારણ છે. આવી નિર્જરાના કારણે તે મહાત્માઓને ગુણોનો આવિર્ભાવ થાય છે, જે ઉપર જણાવ્યા મુજબ શુદ્ધપ્રરૂપણામૂલક છે. આ વસ્તુને જણાવતાં અન્યત્ર કહ્યું છે કે – આચારથી હીન એવા શુદ્ધપ્રરૂપક વિગ્નપાલિક મહાત્માઓની જે જે યતના છે તે તે નિર્જરાને કરાવનારી છે.
સંવિગ્નપાક્ષિક મહાત્માઓને જ્ઞાન અને દર્શન હોવા છતાં ચારિત્ર ન હોવાથી તેમને નિર્જરા શક્ય નથી – આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે ઇચ્છાયોગનું પ્રબળ ચારિત્ર હોવાથી પ્રવૃત્તિ, સ્થિરતા કે સિદ્ધિ યોગનું ચારિત્ર ન હોવા છતાં નિર્જરાસ્વરૂપ ફળની વિકલતા થતી નથી. તેમને ઇચ્છાયોગમાં સમ્યગ્દર્શન જ સહકારી કારણ બનતું હોવાથી તેનાથી (ઇચ્છાયોગના ચારિત્રથી) તેવા પ્રકારની નિર્જરા થાય છે. યદ્યપિ નિર્જરાની પ્રત્યે સમ્યગ્દર્શન અને સમ્યફ ચારિત્ર: આ બંને સરખી રીતે કારણ બને છે. પરંતુ એ વાત શાસ્ત્રયોગને આશ્રયીને છે. શાસયોગના કારણે (વચનાનુષ્ઠાન દરમ્યાન) થતી નિર્જરાની પ્રત્યે સમ્યગ્દર્શનની જેમ સમ્યફચારિત્ર પણ સમાન રીતે અપેક્ષિત છે. પરંતુ ઇચ્છાયોગના કારણે (પ્રીત્યાદિ-અનુષ્ઠાન દરમ્યાન) થનારી નિર્જરાની પ્રત્યે સમ્યગ્દર્શન જેનું સહકારી કારણ છે એવું ઇચ્છાયોગનું ચારિત્ર કારણ છે. તેથી સંવિગ્નપાક્ષિક મહાત્માઓને નિર્જરા સ્વરૂપ ફળની પ્રાપ્તિ થવામાં કોઈ જ અવરોધ નથી. તેથી અન્યત્ર આ પ્રમાણે જણાવ્યું છે કે; “શ્રાવક, ચારિત્રભ્રષ્ટ અને મંદધર્મીઓને દર્શનનો પક્ષ હોય છે અને પરલોકાકાંક્ષી એવા સાધુભગવંતોને દર્શન તથા ચારિત્રનો પક્ષ હોય છે.” આથી સ્પષ્ટ છે કે શાસયોગના કારણે થનારી નિર્જરા; સંવિગ્નપાક્ષિકોને પ્રાપ્ત ન થાય તોપણ ઇચ્છાયોગના કારણે તેમને નિર્જરા થઈ શકે છે.
આ રીતે સર્વ ગુણોની ઉત્પત્તિ માટે સંવિગ્નપાક્ષિક મહાત્માઓને મૂળભૂત કારણ તરીકે શુદ્ધપ્રરૂપણા હોય છે. તદુપરાંત સુસાધુ-ભગવંતોને રોગને દૂર કરવા દવા આપવી, તેમની ભક્તિ કરવી તેમ જ સંયમની સાધના માટે શક્ય એટલી અનુકૂળતા આપવી વગેરે સંવિગ્નપાક્ષિકોની ઉત્કૃષ્ટ સંપદા છે. આવી પ્રવૃત્તિથી સંવિગ્નો પ્રત્યેનો તેમનો સ્પષ્ટપણે પક્ષપાત જણાય છે. સાધુપણા પ્રત્યે તીવ્ર રાગાદિ હોવાથી જ તેઓ પૂ. સાધુભગવંતોની વૈયાવચ્ચ કરી શકે છે. અન્યથા કોઈ પણ રીતે તે કરી શકાય નહિ. સાધુપણા પ્રત્યેનો તીવ્ર રાગ, અત્યંત બહુમાન અને પરમ આદર જ સંવિગ્નપાલિકોને માર્ગસ્થ રાખે છે. Ii૩-૨૨
એક પરિશીલન
૧૧૧
Page #115
--------------------------------------------------------------------------
________________
સંવિગ્નપાલિકોના જ બીજા આચાર જણાવાય છે–
आत्मार्थं दीक्षणं तेषां निषिद्धं श्रूयते श्रुते ।
ज्ञानाद्यर्थान्यदीक्षा च स्वोपसम्पच्च नाऽहिता ॥३-२३॥ आत्मार्थमिति-आत्मार्थं स्ववैयावृत्त्याद्यर्थं । तेषां संविग्नपाक्षिकाणां । दीक्षणं श्रुते निषिद्धं श्रूयते । “अत्तट्ठा न वि दिक्खइ” इति वचनात् । ज्ञानाद्यर्थाऽन्येषां भावचरणपरिणामवत्पृष्ठभाविनामपुनर्बन्धकादीनां दीक्षा च तदर्थं तेषां स्वोपसम्पच्च नाहितकारिणी । असद्ग्रहपरित्यागार्थमपुनर्बन्धकादीनामपि दीक्षणाधिकारात् । तदुक्तं-“सइअपुणबंधगाणं कुग्गहविहं लहुं कुणइत्ति ।” तात्त्विकानां तु तात्त्विकैः सह થોનનમસ્થાવર: | તદુë–“હેલ્ સુદૂ વોર્ડ તિ” રૂિ-૨રૂ/
શાસ્ત્રમાં સંવિગ્નપાક્ષિકોને પોતાના માટે કોઈને દીક્ષા આપવાનો નિષેધ છે. જ્ઞાનાદિ માટે બીજાને દીક્ષા આપવાનું અને પોતાની પાસે તેને રાખવાનું અહિતકર નથી.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે સંવિગ્નપાક્ષિક મહાત્માઓ પૂર્વે જણાવ્યા મુજબ શુદ્ધમાર્ગની પ્રરૂપણા કરતા હોય છે. તેમની દેશનાને સાંભળીને પ્રતિબોધ પામેલાને પોતાની વૈયાવચ્ચ વગેરે સારી રીતે કરશે.” એવી કોઈ સ્વાર્થભાવનાથી દીક્ષા આપવાનો સંવિગ્નપાક્ષિકોને શાસ્ત્રમાં નિષેધ છે. “ગઠ્ઠા ન વિ વિવ... ઇત્યાદિ પાઠથી તેનો નિષેધ કરાયો છે.
ભાવચારિત્રસંપન્ન આત્માઓને અનુસરનારા એવા અપુનબંધકાદિ જીવોને જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય એ માટે એ અપુનબંધકાદિ આત્માઓને દીક્ષા આપવાનો તેમ જ જ્ઞાનાદિ માટે પોતાની પાસે તેમને રાખવાનું સંવિપાક્ષિક મહાત્માઓને માટે અહિતકર નથી. અત્યાર સુધીના અસદ્ગહને દૂર કરવા માટે સંવિગ્નપાક્ષિક મહાત્માઓને; અપુનબંધકાદિ આત્માને દીક્ષા આપવાનો અધિકાર છે. આ પ્રમાણે અન્યત્ર પણ જણાવ્યું છે કે – (આગમને અનુસરી ભાવિત કરાતું આ દીક્ષાવિધાન) - સકૂબંધક અને અપુનબંધક આત્માઓના કુગ્રહવિરહને શીધ્ર કરે છે. આ પ્રમાણે સામાન્ય રીતે કુગ્રહવાળાઅતાત્ત્વિક આત્માઓને સંવિગ્નપાલિકો પોતે દીક્ષા આપે છે અને પોતાની પાસે પણ રાખે છે. પરંતુ કુગ્રહવગરના તાત્ત્વિક આત્માઓને પ્રતિબોધીને દીક્ષા પ્રદાન કરાવવા માટે પૂ. મુનિભગવંતોની પાસે મોકલે છે. પોતે દીક્ષા આપતા નથી. કારણ કે તાત્ત્વિકોને તાત્ત્વિકો સાથે મેળવવાનો તેમનો (સંવિગ્નપાક્ષિકોનો) આચાર છે. આથી જ કહ્યું છે કે – સંવિગ્નપાક્ષિક મહાત્માઓ મુમુક્ષુઓને પ્રતિબોધ પમાડીને પૂ. સાધુભગવંતોને આપી દે છે. આથી સમજી શકાશે કે સંવિગ્નપાક્ષિકોને તત્ત્વનો પક્ષપાત કેટલો ઉત્કટ હોય છે. એના યોગે કરાતી શુદ્ધપ્રરૂપણા એમના માટે પરમનિર્જરાનું કારણ બને છે અને સકલગુણોની ઉત્પત્તિનું મૂળ બને છે. તાત્ત્વિક પક્ષપાતનું અચિંત્ય સામર્થ્ય છે, એ સમજાય તો સંવિગ્નપાક્ષિકોનું મહત્ત્વ સમજાશે. સર્વવિરતિધર્મ પ્રત્યેનો
૧૧૨
માર્ગ બત્રીશી
Page #116
--------------------------------------------------------------------------
________________
તીવ્ર અનુરાગ અને શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનની અવિચલ શ્રદ્ધા શું કામ કરે છે : તે સંવિગ્નપાક્ષિક મહાત્માઓના સ્વરૂપને જાણવાથી સમજી શકાશે. II૩-૨૩૫
સંવિગ્નપાક્ષિક મહાત્માઓને શુદ્ધપ્રરૂપણા અને સુસાધુઓને ઔષધપ્રદાન વગેરે જેમ નિર્જરાનાં કારણ બનવાથી સફળ બને છે તેમ પોતાના ઉલ્લાસ મુજબ કરાતી આવશ્યકાદિ ક્રિયાઓ પણ વ્યર્થ નથી પણ સાર્થક છે - તે જણાવાય છે—
नावश्यकादिवैयर्थ्यं तेषां शक्यं प्रकुर्वताम् । अनुमत्यादिसाम्राज्याद् भावावेशाच्च चेतसः ||३ - २४ ॥
नेति - आवश्यकादिवैयर्थ्यं च तेषां स्ववीर्यानुसारेण शक्यं स्वाचारं प्रकुर्वतां न भवति । तत्करण एवाचारप्रीत्येच्छायोगनिर्वाहात् । तथाऽनुमत्यादीनामनुमोदनादीनां साम्राज्यात् सर्वथाऽभङ्गात् । चेतसश्चित्तस्य भावावेशादर्थाद्युपयोगाच्च श्रद्धामेधाद्युपपत्तेः ।।३-२४।।
“પોતાના ઉલ્લાસ મુજબ શક્ય એવા સ્વાચા૨ને ક૨તા એવા સંવિગ્નપાક્ષિક મહાત્માઓની આવશ્યક ક્રિયા વગેરે વ્યર્થ (નિષ્ફળ) નથી. કારણ કે એ કરતી વખતે નિરંતર અનુમોદના વગેરે ચાલુ હોય છે અને ચિત્ત ભાવાન્વિત હોય છે.” આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંવિગ્નપાક્ષિક મહાત્માઓ પોતાના વીર્ય-ઉલ્લાસ મુજબ શક્ય એવી પોતાની ક્રિયાઓ કરતા હોય છે. તે વખતે તેવા પ્રકારના ઉલ્લાસાદિના અભાવે તે તે ક્રિયાઓ બરાબર ન થવા છતાં નકામી જતી નથી. કારણ કે તે વખતે પણ જેઓ તે તે ક્રિયાઓ શુદ્ધ રીતે કરતા હોય છે તેમની નિરંતર અનુમોદના અને તે માટે પ્રેરણા કરવાદિના કારણે તે તે ક્રિયાઓનો સર્વથા ભંગ થતો નથી તેમ જ ચિત્ત; તે તે ક્રિયાઓના અર્થ(પરમાર્થ)ને વિશે ઉપયોગશીલ હોવાથી તેના ફળ સ્વરૂપે શ્રદ્ધા, મેધા અને કૃતિ વગેરેની પ્રાપ્તિ થાય છે. આવી ક્રિયાઓ કરવાથી જ પોતાના આચાર પ્રત્યેની પ્રીતિના કારણે સંવિગ્નપાક્ષિક મહાત્માઓને ઇચ્છાયોગ સંગત થાય છે. અન્યથા તેમને ઇચ્છાયોગ પણ સંગત નહિ થાય.
-
ઇચ્છાયોગનું સ્વરૂપ જ એવું છે કે શુદ્ધપ્રવૃત્તિ પ્રત્યે તીવ્રપક્ષપાત હોવાથી ઇચ્છાયોગના યોગી; ક્રિયાની ઉત્કટ ઇચ્છા હોવાથી શક્તિ અને ઉલ્લાસ અનુસાર તે તે ક્રિયાઓ કર્યા વગર રહી જ શકતા નથી. અર્થાત્ એવી ક્રિયાઓ જ તેમના ઇચ્છાયોગની નિર્વાહિકા છે. ક્રિયાઓ બરાબર થતી નથી તેથી સર્વથા કરવામાં ન આવે તો તેની પ્રત્યે ધીરે ધીરે ઉપેક્ષાભાવ આવવાથી તેના વિશેની પ્રીતિ નાશ પામે છે. ઇચ્છાયોગ, અનુમોદનાદિ અને અર્થદિમાં ચિત્તના ઉપયોગના કારણે સંવિગ્નપાક્ષિક મહાત્માઓનું આવશ્યકાદિ અનુષ્ઠાન વ્યર્થ નથી. પરંતુ તે અનુષ્ઠાનથી શ્રદ્ધા, મેધા અને કૃતિ વગેરેની ઉપપત્તિ થાય છે. II૩-૨૪
એક પરિશીલન
૧૧૩
Page #117
--------------------------------------------------------------------------
________________
સંવિપાક્ષિક મહાત્માઓની આવશ્યકાદિ ક્રિયાઓ ભાવસાધુની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપ હોવાથી તે તુચ્છ (વ્યર્થ) છે – આવી શંકાનું સમાધાન કરવા માટે પચીસમો શ્લોક છે–
द्रव्यत्वेऽपि प्रधानत्वात् तथाकल्पात् तदक्षतम् ।
યતો મા વેશાય મત મિથ્યાવૃશામપિ રૂ-૨૧ द्रव्यत्वेऽपीति-तदावश्यकस्य भावसाध्वपेक्षया द्रव्यत्वेऽपि प्रधानत्वादिच्छाद्यतिशयेन भावकारणत्वाद्रव्यपदस्य क्वचिदप्रधानार्थकत्वेन क्वचिच्च कारणार्थकत्वेनानुयोगद्वारवृत्ती व्यवस्थापनात् । तथाकल्पात् तथाचारात् । तदावश्यकं । तेषामक्षतं । यतो मार्गप्रवेशाय मिथ्यादृशामपि तदावश्यकं मतं गीतार्थरङ्गीकृतम्, अभ्यासरूपत्वाद्, अस्खलितत्वादिगुणगर्भतया द्रव्यत्वोपवर्णनस्यैतदर्थद्योतकत्वाच्च ॥३-२५।।
“ભાવસાધુઓની અપેક્ષાએ સંવિગ્નપાક્ષિકોની આવશ્યકાદિ ક્રિયાઓ; પ્રધાનદ્રવ્યસ્વરૂપ હોવાથી અને પોતાના આચાર મુજબ હોવાથી તે અક્ષત છે અર્થાત્ વ્યર્થ (તુચ્છ) નથી. કારણ કે મિથ્યાષ્ટિઓને મોક્ષમાર્ગે પ્રવેશ કરાવવા માટે પ્રધાન દ્રવ્યક્રિયા આવશ્યક મનાય છે.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સંવિગ્નપાક્ષિક મહાત્માઓની આવશ્યકાદિ ક્રિયાઓ ભાવસાધુઓની અપેક્ષાએ દ્રવ્યક્રિયાસ્વરૂપ હોવા છતાં તે પ્રધાનદ્રવ્યક્રિયાસ્વરૂપ હોવાથી વ્યર્થ નથી. કારણ કે આવી દ્રવ્યક્રિયા કરતી વખતે ભાવક્રિયાસંબંધી ઇચ્છા, બહુમાન વગેરે અત્યંત હોવાથી એ દ્રવ્યક્રિયા ભાવક્રિયાનું કારણ બને છે. જે ભાવનું કારણ છે; તેને પ્રધાનદ્રવ્ય કહેવાય છે.
શ્રી અનુયોગદ્વારસૂત્રની ટીકામાં; “કાવ્ય' પદ કોઈ વાર (ભાવનું કારણ ન બને ત્યારે) અપ્રધાન અર્થને અને કોઈ વાર ભાવના કારણ સ્વરૂપે પ્રધાન અર્થને જણાવે છે – આ પ્રમાણે વર્ણવ્યું છે. આવી ક્રિયાઓ પણ કરવાનો સંવિગ્નપાક્ષિકોનો પોતાનો આચાર છે. વિહિત આચાર વ્યર્થ નથી, પરંતુ ઉપર જણાવ્યા મુજબ સાર્થક છે. પ્રધાન દ્રવ્યક્રિયા સ્વરૂપ તે આવશ્યક; ભાવની પ્રાપ્તિ કરાવવા માટે અક્ષત-સમર્થ છે.
આથી જ ગીતાર્થમહાત્માઓએ મિથ્યાષ્ટિઓનું પણ તે પ્રધાન દ્રવ્યાવશ્યક મોક્ષમાર્ગમાં પ્રવેશ કરાવવા માટે યોગ્ય માન્યું છે. આ રીતે મિથ્યાદષ્ટિઓનું પણ તે પ્રધાન દ્રવ્યાવશ્યક જો યોગ્ય મનાતું હોય અને નિરર્થક મનાતું ન હોય તો સમ્યગ્દષ્ટિ એવા સંવિપાલિક મહાત્માઓનું અનુષ્ઠાન કોઈ પણ રીતે વ્યર્થ નથી – એ સમજી શકાય છે. અભ્યાસ સ્વરૂપ હોવાથી મોક્ષમાર્ગમાં પ્રવેશ કરાવવા માટે મિથ્યાષ્ટિઓના પણ અનુષ્ઠાનને (દ્રવ્યાનુષ્ઠાનને) પૂ. ગીતાર્થ મહાત્માઓએ માન્ય રાખ્યું છે. જો દ્રવ્ય-અનુષ્ઠાન સર્વથા વ્યર્થ હોય તો; “અસ્મલિત અહીનાક્ષર... વગેરે ગુણોથી યુક્ત સૂત્ર હોવા છતાં ભાવશૂન્ય(ઉપયોગરહિત) હોય તો તે દ્રવ્યાનુષ્ઠાન(દ્રવ્યાવશ્યક) છે.' - આ પ્રમાણે જે વર્ણન કરાય છે, તે આવશ્યક નહીં રહે; કારણ
૧૧૪
માર્ગ બત્રીશી
Page #118
--------------------------------------------------------------------------
________________
કે તેની સર્વથા વ્યર્થતામાં તેના અસ્મલિતત્વાદિ ગુણોનું વર્ણન કોઈ પણ રીતે ઉપયોગી નથી બનતું. આમ છતાં એ વર્ણન છે. તેથી સમજાય છે કે અમ્મલિતાદિ ગુણોથી અભ્યસ્ત સૂત્ર પણ ઉપયોગરહિતપણે બોલાતું હોય તો તે દ્રવ્યાવશ્યક છે. અભ્યસ્ત સૂત્ર ભાવનું કારણ બને તો તે પ્રધાન દ્રવ્યાવશ્યક બને છે. અન્યથા તો તે અપ્રધાન દ્રવ્યાવશ્યક છે. આવું અસ્મલિતત્વ વગેરે ગુણથી યુક્ત દ્રવ્યાવશ્યક સર્વથા વ્યર્થ નથી. કાલાંતરે તે ભાવનું કારણ બની શકે છે. તે વખતે અભ્યસ્ત અસ્મલિતત્વાદિ ગુણો ખૂબ જ ઉપયોગી બને છે. l૩-રપા
ઉપર જણાવ્યા મુજબ સંવિઝપાક્ષિક મહાત્માઓનો શુદ્ધપ્રરૂપણા, ગ્લાનાદિને ઔષધપ્રદાન વગેરે જેમ માર્ગ છે તેમ જ્ઞાનાદિનો અભાવ હોવા છતાં આધાર્મિકાદિ દોષોના નિવારણ માટે એકાકી વિહારાદિ પણ એક માર્ગ કેમ ન મનાય - આ શંકાનું સમાધાન કરાય છે–
मार्गभेदस्तु यः कश्चिनिजमत्या विकल्प्यते ।
स तु सुन्दरबुद्ध्याऽपि क्रियमाणो न सुन्दरः ॥३-२६॥ માતિ–વ્ય: IIરૂ-૨દ્દા.
“પોતાની મતિકલ્પનાથી જે માર્ગવિશેષ પરિકલ્પાય છે; તે સુંદર બુદ્ધિથી પણ કરાતો (પરિકલ્પાતો) હોય તો સુંદર નથી.” - આ પ્રમાણે છવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે શાસ્ત્રમાં જે માર્ગ જણાવ્યો છે તેને છોડીને અન્ય માર્ગવિશેષની પોતાની મતિકલ્પનાથી જે કલ્પના કરાય તે સારું નથી. સુંદર બુદ્ધિ-આશયથી પણ એવી કોઈ કલ્પના કરવાનું ઉચિત નથી.
શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ છે તેને માર્ગ માનવામાં કોઈ જ દોષ નથી. પરંતુ જેનો શાસ્ત્રમાં ઉલ્લેખ નથી; તેને માર્ગ માનવાનું ઉચિત નથી. સંવિગ્નપાલિકોનો જે શુદ્ધપ્રરૂપણાદિ માર્ગ છે, તેનો ઉલ્લેખ પૂર્વે જણાવ્યા મુજબ શાસ્ત્રમાં (ઉપદેશમાલાદિ ગ્રંથમાં) ઉપલબ્ધ છે. પરંતુ સમુદાયમાં રહેવાથી સંભવતા આધાર્મિકાદિ દોષના નિવારણ માટે એકાકી વિહારાદિની અનુજ્ઞાનો શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. ગુરુપારતંત્ર્યના વિધાનના કારણે એકાકી વિહાર નિષિદ્ધ હોવાથી તેને માર્ગ માનવાનું યોગ્ય નથી. જ્યાં પણ એકાકી વિહારનો ઉલ્લેખ છે તે ગીતાર્થવિશેષને આશ્રયીને છે. મુખ્ય રીતે તો એકાકી વિહાર નિષિદ્ધ છે. તેથી આધાર્મિકાદિ દોષોના પરિવારની સુંદર બુદ્ધિ(આશય)થી પણ એ રીતે માર્ગવિશેષની કલ્પના કરવી એ ઉચિત નથી.
વર્તમાનમાં પોતાની મતિકલ્પનાથી માર્ગવિશેષની પરિકલ્પના ખૂબ જ વધી રહી છે. પારમાર્થિક ગુરુપારતંત્રના અભાવે શાસ્ત્રનિરપેક્ષ જ નહિ, શાસ્ત્રનિષિદ્ધ તે તે પ્રવૃત્તિઓ ખૂબ જ ઝડપથી વધતી ચાલી છે. કાલાદિ તેમ જ એકતાદિના આશયથી કરાતી એ પ્રવૃત્તિઓ સુંદરબુદ્ધિપૂર્વકની જણાતી હોય તોપણ શાસ્ત્રવિહિત ન હોવાથી તેને માર્ગસ્વરૂપ માની શકાશે નહિ. સંવિગ્નપાક્ષિક મહાત્માઓની શુદ્ધપ્રરૂપણાદિ ક્રિયાઓ શાસ્ત્રવિહિત હોવાથી તે માર્ગ છે. એને
એક પરિશીલન
૧૧૫
Page #119
--------------------------------------------------------------------------
________________
આંખ સામે રાખીને શાસ્ત્રનિરપેક્ષ રીતે કરાતો માર્ગભેદ સુંદર નથી જ – એ યાદ રાખવું જોઈએ. એ પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રાખવામાં નહીં આવે તો માર્ગ અને ઉન્માર્ગ વચ્ચે જે ભેદરેખા છે તેની રક્ષા કરવાનું શક્ય નહીં બને. એ ભેદરેખાનો વિનાશ કરનારો વર્ગ દિવસે દિવસે મજબૂત અને વિશાળ બનતો જાય છે. એની ઉપેક્ષા કરવાથી શાસનને પારાવાર નુકસાન થશે. એ પહેલાં અહીં આ શ્લોક દ્વારા જણાવેલી વાત આપણે બરાબર યાદ કરી લઈએ. પારમાર્થિક માર્ગમાં તેના અનુસરણ માટે જે સત્ત્વ જોઈએ તે મેળવી લેવામાં જ આપણું હિત છે. આપણી પાસે જેટલું સત્ત્વ છે; તેના પ્રમાણમાં માર્ગવિશેષમાં ફેરફાર કરવાથી આપણું હિત નહીં થાય. /૩-૨૬ll.
સંવિગ્નપાક્ષિકોનો માર્ગ સ્વમતિકલ્પિત નથી પરંતુ શાસ્ત્રપ્રસિદ્ધ છે - તે જણાવવા માટે હવે પછીના બે (૨૭/૨૮) શ્લોક છે.
निवर्तमाना अप्येके वदन्त्याचारगोचरम् ।
आख्याता मार्गमप्येको नोञ्छजीवीति च श्रुतिः ॥३-२७॥ निवर्तमाना इति-एकं संयमान्निवर्तमाना अपि । आचारगोचरं यथावस्थितं वदन्ति “वयमेव कर्तुमसहिष्णवः, मार्गः पुनरित्थम्भूत एवेति” । यदाचारसूत्रं - नियट्टमाणा वेगे आयारगोअरमाइक्खं ति” । अत्र संयमाल्लिङ्गाद्वा निवर्तमानाः, वाशब्दादनिवर्तमानाश्च लभ्यन्ते । उभयथाप्यवसीदन्त एव योजिता यथास्थिताचारोक्त्या हि तेषामेकैकबालता भवति आचारहीनतया न तु द्वितीयापि । ये तु हीना अपि वदन्ति “एवम्भूत एवाचारोऽस्ति योऽस्माभिरनुष्ठीयते, साम्प्रतं दुःषमानुभावेन बलाद्यपगमान्मध्यभूतैव वर्तनी श्रेयसी, नोत्सर्गावसर इति” तेषां तु द्वितीयापि बालता बलादापतति, गुणवदोषानुवादात् । यदागमः“सीलमंता उवसंता 'संखाए रीयमाणा असीला । अणुवयमाणस्स बितिआ मंदस्स बालया ॥१॥ [आचाराङ्गसूत्र १८६ पत्र २५०/५१] तथा मार्गमेक आख्याता न चोञ्छजीवीत्यपि श्रुतिरस्ति । तदुक्तं થાના–“બાધારૂત્તા પામે છે ઉછનીવી' રૂતિ //રૂ-૨૭ના
“સંયમથી નિવૃત્ત થનારા પણ કેટલાક યથાવસ્થિત આચારને જણાવનારા છે' તેમ જ “માર્ગને જણાવનારા છે પણ ઉંછજીવી નથી.' - આ પ્રમાણે વચન છે. સત્તાવીસમા શ્લોકમાં જણાવેલી વાતનો આશય એ છે કે કેટલાક આત્માઓ (સંવિગ્નપાક્ષિક મહાત્માઓ જેવા) સંયમથી નિવૃત્ત હોવા છતાં પોતાના અસંયમનો પક્ષપાત કર્યા વિના આચારના વિષયમાં યથાસ્થિત જ પ્રરૂપણા કરે છે. તેઓ સ્પષ્ટપણે જણાવતા હોય છે કે આચાર તો આવો (શાસ્ત્રમાં જણાવ્યા મુજબનો) જ છે. પરંતુ અમે તે પ્રમાણે કરવા માટે શક્તિમાન-સહિષ્ણુ (સહન કરીને ૧. પ્રજ્ઞા (સંપાને) પરમિનીબા | ૨. “શીના પર્ત રતિ અનુવતો મચા
૧૧૬
માર્ગ બત્રીશી
Page #120
--------------------------------------------------------------------------
________________
પણ કરવાની ભાવનાવાળા) નથી. શ્રી આચારાંગસૂત્રમાં એ જ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે – કેટલાક સંયમથી – લિંગથી નિવર્તમાન હોય અથવા ન પણ હોય તો પણ તેઓ આચારના વિષયમાં યથાસ્થિત જ પ્રરૂપણા કરે છે. શ્રી આચારાંગના આ સૂત્રમાં નિયટ્ટમવેને અહીં વા પદનો પ્રયોગ હોવાથી સંયમલિંગથી નિવૃત્ત અને અનિવૃત્ત : બંનેનું ગ્રહણ થાય છે પરંતુ બંને સંયમથી સિદાતા(શિથિલ) જ સમજવાના છે. સંયમથી સિદાતા હોવા છતાં તેઓ યથાસ્થિત(શાસ્ત્રવિહિત) જ આચારનો ઉપદેશ આપતા હોવાથી તેમને એક જ બાલતા હોય છે. આચારહીનતાના કારણે એ બાલતા છે. બીજી બાલતા નથી.
પરંતુ જેઓ આચારથી હીન હોવા છતાં પણ એમ કહે છે કે “અમે જે આચરીએ છીએ; એવો જ આચાર છે. વર્તમાનમાં દુઃષમકાળને લઈને શરીરબળાદિનો હ્રાસ થયો હોવાથી મધ્યમ માર્ગ જ કલ્યાણને કરનારો છે. ઉત્સર્ગમાર્ગનો અત્યારે અવસર નથી.” આવાઓને તો બીજી પણ બાલતા પ્રાપ્ત થાય છે. કારણ કે પોતે તો ગુણહીન હતા જ અને ગુણવાન પુરુષોના તેઓ દોષ ગાય છે. આ વાત જણાવતાં આચારાંગમાં ફરમાવ્યું છે કે, “જેઓ શીલ(અઢાર હજાર પ્રકારે આચાર)સંપન્ન; ઉપશાંત અને પ્રજ્ઞાથી માર્ગે ચાલનારા છે તેમને અશીલ કહેનારાને બીજી બાલતા (મૂર્ખતા) પ્રાપ્ત થાય છે. આચાર અને પ્રરૂપણા એ બંન્નેમાં તેઓ શિથિલ હોવાથી બંન્ને રીતે તેઓ મૂર્ખ બને છે.
આવી જ રીતે ઉપર જણાવ્યા મુજબ જેમ આચારથી હીન છે, પરંતુ પ્રરૂપણાથી હીન નથી એ પ્રમાણે જણાવનારું વચન છે; તેમ પ્રરૂપણા બરાબર છે પણ તેઓ ઉછજીવી નથી આ પ્રમાણે જણાવનારું પણ વચન છે. જેમ કે શ્રી સ્થાનાંગસૂત્રમાં જણાવ્યું છે કે, કેટલાક પ્રરૂપણા શુદ્ધ કરતા હોવા છતાં તેઓ ઉછજીવી (શુદ્ધભિક્ષાને ગ્રહણ કરનારા) નથી.” આથી સ્પષ્ટ થાય છે કે શુદ્ધપ્રરૂપણાદિને લઈને; સંયમથી નિવૃત્ત થનારાને પણ એક જ પ્રકારની બાલતા પ્રાપ્ત થાય છે. તેથી સંવિગ્નપાક્ષિક મહાત્માઓનો પણ માર્ગ છે. તેમની શુદ્ધદેશનાશ્રવણાદિ દ્વારા અનેક આત્માઓને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે તેથી તે પણ મોક્ષમાર્ગ છે. ૩-૨૭ળા
સંવિગ્નપાક્ષિકો સાધુવેષનો ત્યાગ કરતા ન હોવાથી તેમને સંવિગ્નોમાં સમાવી લેવાથી તેમના માર્ગને સ્વતંત્ર રીતે માર્ગ માનવાની આવશ્યકતા નથી – આવી શંકાનું સમાધાન કરાય છે–
असंयते संयतत्वं मन्यमाने च पापता ।
भणिता तेन मार्गोऽयं तृतीयोऽप्यवशिष्यते ॥३-२८॥ असंयत इति-असंयते संयतत्वं मन्यमाने च पापता भणिता । “असंजए संजयलप्पमाणे पावसमणुत्ति वुच्चइ” इति पापश्रमणीयाध्ययनपाठाद् । असंयते यथास्थितवक्तरि पापत्वानुक्तेः । तेन कारणेनायं संविग्नपक्षरूपस्तृतीयोऽपि मार्गोऽवशिष्यते । साधुश्राद्धयोरिव संविग्नपाक्षिकस्याप्याचारेणाविએક પરિશીલન
૧૧૭
Page #121
--------------------------------------------------------------------------
________________
संवादिप्रवृत्तिसम्भवात् । तदुक्तं-“सावज्जजोगपरिवज्जणाइ सव्वुत्तमो अ जइधम्मो । बीओ सावगधम्मो तइओ संविग्गपक्खपहो ।।१।।" योगाख्यो मार्गः संविग्नपाक्षिकाणां नासम्भवी । मैत्र्यादिसमन्वितवृत्तादिमत्त्वेनाध्यात्मादिप्रवृत्त्यबाधाद् । अविकल्पतथाकाराविषयत्वेन नैतद्धर्मो मार्गः “कप्पाकप्पे परिनिट्ठिअस्स ठाणेसु पंचसु ठिअस्स । संजमतववट्टगस्स उ अविगप्पेणं तहक्कारो |” इति वचनात् । साधुवचन एवाविकल्पेन तथाकारश्रवणादिति' चेन्नैतद्वचनबलादन्यत्र लभ्यमानस्य विकल्पस्य व्यवस्थितत्वेन व्याख्यानात् । व्यवस्था चेयं संविग्नपाक्षिकस्य वचनेऽविकल्पेनैव तथाकारोऽन्यस्य तु विकल्पेनैवेति । વિવિત જે સામાવારીપ્રરોડમfમા //રૂ-૨૮ાા
“અસંયતને સંયત માનવાથી પાપ લાગે છે – એમ જણાવ્યું છે. તેથી સંવિગ્નપાલિકોનો આ ત્રીજો પણ માર્ગ છે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જેઓ અસંયત છે તેમને સંયત માનવાથી પાપનો પ્રસંગ આવે છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં ફરમાવ્યું છે કે અસંયતને સંયત કહેવાથી શ્રમણ પાપશ્રમણ કહેવાય છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના પાપશ્રમણીય અધ્યયનના એ પાઠથી અસંયતને સંયત કહેવાથી પાપનો પ્રસંગ આવે છે. અસંયતને અસંયત કહેનારમાં પાપત્યનો ઉલ્લેખ નથી. તેથી સંવિગ્નપાલિકોનો સંયતમાં સમાવેશ શક્ય ન હોવાથી સંવિગ્નપાક્ષિકોનો પણ એક માર્ગ છે. સાધુભગવંતો અને શ્રાવકોના આચારને જોઈને જેમ અવિસંવાદિ પ્રવૃત્તિ થાય છે તેમ સંવિગ્નપાલિકોના પણ શુદ્ધપ્રરૂપણાદિ આચારને જોઇને અવિસંવાદિ પ્રવૃત્તિ થાય છે. અવિસંવાદિ પ્રવૃત્તિને કરાવનારા એ ત્રણે ય માર્ગ (મોક્ષપ્રાપક માગ) છે. એ પ્રમાણે “શ્રી ઉપેદશમાલા'માં જણાવ્યું છે કે સર્વસાવદ્યયોગનું પરિવર્જન હોવાથી યતિધર્મ સર્વોત્તમ છે. ત્યાર પછી બીજો શ્રાવકધર્મ છે અને ત્રીજો સંવિગ્નપાક્ષિકોનો માર્ગ છે.
મોક્ષસાધક આત્મવ્યાપારને યોગ કહેવાય છે. સંવિગ્નપાક્ષિક આત્માઓને એવા યોગમાર્ગની પ્રાપ્તિ કઈ રીતે સંભવે? કારણ કે તેમને વિરતિનો અભાવ છે. યોગમાર્ગની પ્રાપ્તિ તો વિરતિના સદૂભાવમાં હોય છે. આવી શંકા કરવી ના જોઇએ. કારણ કે સંવિગ્નપાક્ષિકોનું ચિત્ત મૈત્રી, પ્રમોદ આદિથી ભાવિત હોવાથી મૈત્રાદિભાવથી યુક્ત તેમના તે તે શુદ્ધપ્રરૂપણાદિ આચારના કારણે તેમને અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગની પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે પોતાની ભૂમિકા(યોગ્યતા) મુજબ ઉચિત પ્રવૃત્તિને કરનારા એવા વ્રતને ધારણ કરનારના મૈત્યાદિભાવગર્ભિત શાસ્ત્રાનુસારી જીવાદિતત્ત્વચિંતનને અધ્યાત્મ કહેવાય છે. અધ્યાત્મનો જ દરરોજ ચિત્તવૃત્તિના નિરોધપૂર્વકનો વધતો જે અભ્યાસ છે તેને ભાવના કહેવાય છે. સંવિગ્નપાક્ષિક મહાત્માઓને મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યશ્મના કારણે અધ્યાત્માદિ યોગની પ્રવૃત્તિનો સંભવ છે, તેમાં કોઈ બાધ નથી. યદ્યપિ વિરતિના કારણે પ્રાપ્ત થનારો યોગમાર્ગ પૂ. સાધુભગવંતોને અને દેશવિરતિધર શ્રાવકોને હોય છે. સંવિગ્નપાક્ષિક મહાત્માઓને એ યોગ
૧૧૮
માર્ગ બત્રીશી
Page #122
--------------------------------------------------------------------------
________________
સંભવતો નથી, પરંતુ અપુનબંધકાદિને એ યોગના કારણ સ્વરૂપ યોગની પ્રાપ્તિમાં કોઈ બાધક નથી. ઇત્યાદિ આગળની બત્રીસીમાં સ્પષ્ટ કરાશે.
“કલ્પ(સાધ્વાચાર) અને અકલ્પના જાણકાર, પાંચ મહાવ્રતોમાં રહેલા અને સંયમ તથા તપના વૈભવવાળા (કરનારા) એવા પૂ. સાધુભગવંતોના વચનમાં વિકલ્પ વિના (એકાંતે) તથાકાર (તહત્તિ) કરવો. અન્યત્ર વિકલ્પથી તથાકાર કરવો...” આ પ્રમાણેના વચનથી પૂ. સાધુભગવંતોના જ વચનમાં અવિકલ્પથી તથાકાર કરવાનું જણાવ્યું છે. સંવિગ્નપાક્ષિકો સાધુ ન હોવાથી તેમના વચનમાં અવિકલ્પથી તથાકાર (તથાગતુ કહેવા પૂર્વકનો સ્વીકાર) કરાતો નથી, તેથી તેમનો શુદ્ધપ્રરૂપણાદિ ધર્મ માર્ગ નથી - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ઉપર જણાવ્યા મુજબના વચનમાં; પૂ. સાધુભગવંતોના વચનથી અન્યત્ર સંવિગ્નપાક્ષિકાદિ મહાત્માઓના વચનમાં જે વિકલ્પથી તથાકાર જણાવ્યો છે ત્યાં; સંવિગ્નપાલિકોનો માર્ગ ત્રીજો છે – આ વચનના સામર્થ્યથી તે વિકલ્પને વ્યવસ્થિતવિભાષાસ્વરૂપે વર્ણવ્યો છે. સામાન્ય રીતે જયાં વિભાષા - વિકલ્પથી જે કાર્યનું વિધાન કરાય છે, ત્યાં તે કાર્ય તે તે સ્થાને કરાય અથવા ન પણ કરાય. પરંતુ જયાં જે કાર્યનું વિધાન વ્યવસ્થિતવિભાષાથી કરાય છે ત્યાં તે કાર્ય કેટલાંક સ્થાને ચોક્કસ થાય છે અને કેટલાંક સ્થાને તે કાર્ય થતું જ નથી. સામાન્યવિભાષાસ્થળે સર્વત્ર તે કાર્ય અને તે કાર્યનો અભાવઃ બંન્ને થાય છે. અહીં પૂ. સાધુભગવંતોના વચનમાં તો અવિકલ્પ (વિકલ્પ વિના) તથાકાર છે. તેને છોડીને અન્ય-સંવિગ્નપાક્ષિકોના વચનમાં અવિકલ્પથી જ તથાકાર છે. અને સંવિગ્નપાક્ષિકોથી પણ અન્યના વચનમાં વિકલ્પથી જ તથાકાર છે. આ વ્યવસ્થિતવિભાષા છે. આ બધી વાત ગ્રંથકારશ્રીએ સામાચારીપ્રકરણમાં વિસ્તારથી જણાવી છે. આથી સમજી શકાશે કે સંવિગ્નપાક્ષિકોના વચનમાં પૂ. સાધુભગવંતોના વચનની જેમ જ વિકલ્પ વિના એકાંતે તથાકાર કરવાનો હોવાથી સંવિગ્નપાક્ષિકોનો પણ માર્ગ છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનાનુસાર શુદ્ધ પ્રરૂપકોના વચનમાં વિકલ્પનો કોઈ અવકાશ નથી. કોઈ પણ જાતના ખચકાટ વિના એ પરમતારક વચનમાં તથાકાર (પરમસત્યતાનો સ્વીકાર) કરી જ લેવો જોઇએ. સંવિગ્નપાક્ષિક મહાત્માના વચનમાં પણ એ રીતે જ તથાકાર કરવાથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી હોય છે. તેથી તેમનો ત્રીજો માર્ગ છે. ૩-૨૮
પ્રકરણાર્થનો ઉપસંહાર કરતાં નિષ્કર્ષ જણાવાય છે
साधुः श्राद्धश्च संविग्नपक्षी शिवपथास्त्रयः ।
शेषा भवपथा गेहिद्रव्यलिङ्गिकुलिङ्गिनः ॥३-२९॥ સરિતિ–વ્યm: IIQ-૨I.
એક પરિશીલન
૧૧૯
Page #123
--------------------------------------------------------------------------
________________
સાધુ, શ્રાવક અને સંવિગ્નપક્ષી - આ ત્રણ મોક્ષમાર્ગ છે અને બાકીના ગૃહસ્થ, દ્રવ્યલિંગી અને કુલિંગી – આ ત્રણ ભવ – (સંસાર) માર્ગ છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમાં
શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પૂ. સાધુભગવંતોનું આચરણ શ્રી તીર્થંકર-પરમાત્માની પરમતારક આજ્ઞાનું જ્ઞાન કરાવવા દ્વારા મોક્ષમાર્ગમાં મુમુક્ષુ આત્માઓને પ્રવત્તાર્વે છે. આવી જ રીતે શ્રાવકોનું દેશવિરતિનું આચરણ અને સંવિગ્નપાક્ષિક મહાત્માઓનું શુદ્ધપ્રરૂપણાદિસ્વરૂપ આચરણ પણ શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાનું જ્ઞાન કરાવવા દ્વારા મુમુક્ષુ આત્માઓને મોક્ષમાર્ગમાં પ્રવત્તાર્વે છે. તેથી તે ત્રણે ય મોક્ષમાર્ગ છે. આનાથી તદ્દન વિપરીત ગૃહસ્થ, દ્રવ્યલિંગી(માત્ર સાધુવેષ રાખનાર) અને કુલિંગી(બાવાઓ વગેરે)ઓનો માર્ગ સંસારમાં ભટકાવનારો છે. ગૃહસ્થો વગેરેનું આચરણ શ્રી તીર્થંકરભગવંતની આજ્ઞાથી સર્વથા વિપરીત હોવાથી એ માર્ગે ચાલનારાને કોઈ પણ સંયોગોમાં મોક્ષની પ્રાપ્તિ થતી નથી, સંસારમાં ભટકવું પડે છે. આ શ્લોકમાં જણાવેલા શિવપથ અને ભવપથને કોઈ પણ જાતના પૂર્વગ્રહ(કદાગ્રહ) વિના સમજી લેવાનું ખૂબ જ આવશ્યક છે.
અહીં એ યાદ રાખવું જોઇએ કે સંવિગ્નપાક્ષિક મહાત્માઓના ત્રીજા મોક્ષમાર્ગની જેમ પૂ. સાધુભગવંતો અને શ્રાવકોનો જે મોક્ષમાર્ગ છે, તે શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાના પાલનને લઈને છે. માત્ર દ્રવ્યલિંગને ધારણ કરનારા એવા તેમનો માર્ગ શિવપથ નથી; પરંતુ ભવપથ છે. ૩-રા .
ત્રણ પ્રકારના મોક્ષમાર્ગનું અને ત્રણ પ્રકારના સંસારમાર્ગનું નિરૂપણ કરીને હવે તે તે માર્ગની માર્ગતાનું બીજ જણાવાય છે.
गुणी च गुणरागी च गुणद्वेषी च साधुषु ।
श्रूयन्ते व्यक्तमुत्कृष्टमध्यमाधमबुद्धयः ॥३-३०॥ Tળતિ-ચ: Il3-રૂ.
“ગુણી, ગુણના અનુરાગી અને પૂ. સાધુમહાત્માઓને વિશે ગુણના ષી : આ ત્રણ અનુક્રમે ઉત્કૃષ્ટબુદ્ધિવાળા, મધ્યમબુદ્ધિવાળા અને અધમબુદ્ધિવાળા પ્રગટ રીતે સંભળાય છે - પ્રસિદ્ધ છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે ઉત્કૃષ્ટશ્રેષ્ઠબુદ્ધિવાળા આત્માઓ ગુણસંપન્ન હોય છે. મધ્યમ-બુદ્ધિવાળા આત્માઓ ગુણના રાગી હોય છે અને ગુણી એવા સાધુભગવંતોને વિશે દ્વેષી જનો અધમબુદ્ધિવાળા હોય છે.
આ શ્લોકમાં જણાવેલી વાતનો વિચાર કરવાની થોડી આવશ્યકતા છે. જન્મમાત્રને અનિષ્ટ-ખરાબ અને દુઃખરૂપ વર્ણવતા શાસ્ત્રકાર પરમર્ષિઓએ મનુષ્યજન્મની એટલી જ પ્રશંસા કરી છે. અનંતાનંત જીવોમાં મનુષ્યોની સંખ્યા ખૂબ જ અલ્પ છે. મનુષ્યની વિશેષતા તેની
૧૨૦
માર્ગ બત્રીશી
Page #124
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિમત્તાને લઇને છે. બીજા દેવાદિ જીવોની અપેક્ષાએ મનુષ્યોને બુદ્ધિ વિશેષ રીતે પ્રાપ્ત થતી હોય છે. શ્રદ્ધા અને જ્ઞાનને કાર્યરત કરી શકે એવી બુદ્ધિ માત્ર મનુષ્યમાં છે. ગુણને ગુણ તરીકે જાણ્યા પછી અને માન્યા પછી પણ તેને પામવા માટેની બુદ્ધિ મનુષ્યમાં છે, દેવાદિમાં નથી. તેથી મનુષ્યને આશ્રયીને અહીં જે બુદ્ધિનો વિચાર કરાયો છે તે સમજી લેવો જોઇએ. સામાન્ય રીતે મનુષ્યો ઉપર જણાવ્યા મુજબ ત્રણ પ્રકારના છે. ઉત્કૃષ્ટ, મધ્યમ અને અધમ બુદ્ધિના કારણે એવો વિભાગ કર્યો છે. અને બુદ્ધિના એ પ્રકાર ગુણ, ગુણરાગ અને ગુણદ્વેષના કારણે છે. કુળદેવી ૨ સાધુપુ શ્લોકમાંનું આ પદ કાયમ માટે યાદ રાખવું જોઇએ. પૂ. સાધુભગવંતોને છોડીને બીજે ક્યાંય ગુણ નથી - એનો ખ્યાલ જેને છે તે; તે પદનો પરમાર્થ બરાબર સમજી શકશે. સર્વસાવદ્યયોગથી વિરામ પામેલા અને સર્વકર્મથી રહિત બનવા માટે નિરંતર પ્રયત્નશીલ બનેલા પૂ. સાધુભગવંતો જ ગુણસંપન્ન છે. બીજા કોઇને પણ આવી ગુણસંપન્નતા પ્રાપ્ત થઈ નથી... વગેરે સમજીને જેઓ શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાનુસાર સર્વવિરતિધર્મના આરાધક બન્યા છે તેમને ખરેખર જ ઉત્કૃષ્ટબુદ્ધિ પ્રાપ્ત થઈ છે. પોતાની બુદ્ધિનો એ જ એક ઉત્કૃષ્ટ ઉપયોગ છે. ચારિત્રધર્મ પ્રત્યેની શ્રદ્ધા, જ્ઞાન અને પ્રવૃત્તિ આ ત્રણે ય જ્યારે ભેગા થાય છે ત્યારે જ વાસ્તવિક રીતે મોક્ષની સાધનાનો પ્રારંભ થાય છે. આવી સાધનાના સાધકોને ઉત્કૃષ્ટ બુદ્ધિ હોય છે. જેમને આ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતાની બુદ્ધિ (આત્મપરિણામ). પ્રાપ્ત થઈ છે તેમને બધું જ પ્રાપ્ત થયું છે. આ સંસારમાં એ સિવાય કોઈ શ્રેષ્ઠ નથી. સાધુપણા સિવાય આ સંસારમાં કોઈ પણ વસ્તુ શ્રેષ્ઠ લાગે તો સાધુપણાની પ્રાપ્તિ કે પાલન શક્ય નહીં બને. આથી સમજી શકાશે કે ગુણો સાધુપણામાં જ છે અને પૂ. સાધુમહાત્મા જ ગુણી-ગુણસંપન્ન છે, એ મહાત્માઓની જ ઉત્કૃષ્ટ બુદ્ધિ છે.
જેમને સર્વવિરતિધર્મસ્વરૂપ ગુણની પ્રત્યે રાગ છે; તે આત્માઓ ગુણરાગી છે. તેમને મધ્યમબુદ્ધિ હોય છે. ચારિત્રધર્મ વિના બીજો ગુણ નથી. વહેલામાં વહેલા એ મળે – એ માટેનો શક્ય પ્રયત્ન ચાલુ હોવા છતાં ભૂતકાળના તથાવિધ કર્મયોગે જેમને એ ગુણની પ્રાપ્તિ થતી નથી; એવા સમ્યગ્દર્શનવંત આત્માઓ ગુણરાગી હોય છે. અને તેમને જ મધ્યમબુદ્ધિ પ્રાપ્ત થઈ હોય છે. ગુણને ગુણરૂપે જાણ્યા પછી અને માન્યા પછી જ્યાં સુધી એ મળે નહિ ત્યાં સુધી ગુણનો રાગ વધતો જ હોય છે. સમ્યગ્દર્શનની આ અવસ્થા મધ્યમ બુદ્ધિમાનોની હોય છે. જ્ઞાન અને શ્રદ્ધાની તીવ્રતા હોવા છતાં અહીં આચરણના પરિણામ ન હોવાથી મધ્યમબુદ્ધિ હોય છે. જ્ઞાન અને શ્રદ્ધાને કાર્યરત બનાવનારી એ ઉત્કૃષ્ટબુદ્ધિ અહીં હોતી નથી. ચારિત્રમોહનીયનો તીવ્ર ઉદય; તેના ક્ષયોપશમને રોકે - એ સમજી શકાય છે.
ઉપર જણાવ્યા મુજબ ગુણસંપન્ન એવા પૂ. સાધુભગવંતોને વિશે જેઓ ગુણશ્લેષી છે; તેઓ અધમબુદ્ધિવાળા છે. ખરી રીતે જોઈએ તો ગુણસંપન્ન આત્માઓને વિશે દ્વેષ થવો ના જોઇએ
એક પરિશીલન
Page #125
--------------------------------------------------------------------------
________________
પરંતુ ઈર્ષ્યા; સુખની આસક્તિ અને અજ્ઞાનાદિ પરવશ એ રીતે ગુણ ઉપર દ્વેષ થતો હોય છે. ગુણ અને ગુણનો રાગ એ બેના બદલે ગુણસંપન્નોના ગુણોની પ્રત્યે દ્વેષ થાય - એ અધમબુદ્ધિને સૂચવનારું છે. બુદ્ધિની અધમતા આત્માના અનંતાનંત ગુણોના સ્વરૂપને જોવા પણ દેતી નથી. અનંતગુણસ્વરૂપી આત્માને ગુણદ્વેષી બનાવનારી બુદ્ધિની અધમતા ભારે વિચિત્ર છે!In૩-૩૦ના ઉત્કૃષ્ટબુદ્ધિ, મધ્યમબુદ્ધિ અને અધમબુદ્ધિ જે ભૂમિકામાં હોય છે તે ભૂમિકા જણાવાય છે–
ते च चारित्रसम्यक्त्वमिथ्यादर्शनभूमयः ।
अतो द्वयोः प्रकृत्यैव वर्तितव्यं यथाबलम् ॥३-३१॥ તે તિ–વ્યm: રૂ-રૂછા.
“ઉત્કૃષ્ટ, મધ્યમ અને અધમ બુદ્ધિને આશ્રયીને કરેલા ત્રણ વિભાગ અનુક્રમે ચારિત્ર, સમ્યકત્વ અને મિથ્યાત્વની ભૂમિકાએ છે; તેથી સ્વભાવથી જ શક્તિ મુજબ ગુણ અને ગુણરાગને વિશે પ્રવૃત્તિ કરવી જોઈએ.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે ઉત્કૃષ્ટ, મધ્યમ અને અધમ બુદ્ધિવાળા આત્માઓ પૂર્વે જણાવ્યા મુજબ અનુક્રમે ગુણી, ગુણરાગી અને ગુણવી હોય છે. એમાં ગુણસંપન્ન આત્માઓ ચારિત્રસંપન્ન હોય છે. ગુણરાગી સમ્યકત્વવંત હોય છે. અને ગુણષી આત્માઓ મિથ્યાત્વી હોય છે. આ પૂર્વે જણાવ્યા મુજબ આ સંસારમાં ગુણસંપન્ન આત્માઓનો ગુણ ચારિત્ર હોવાથી તે ઉત્કૃષ્ટબુદ્ધિવાળા આત્માઓની ભૂમિકા ચારિત્રસ્વરૂપ જ છે. ચારિત્રના રાગી આત્માઓ સમ્યક્ત્વવંત હોવાથી મધ્યમબુદ્ધિવાળા આત્માઓની ભૂમિકા સમ્યકત્વસ્વરૂપ જ છે. અને ચારિત્રના દ્વેષી એવા આત્માઓ મિથ્યાત્વી હોવાથી અધમબુદ્ધિવાળા તે આત્માઓની ભૂમિકા મિથ્યાદર્શન-મિથ્યાત્વની છે. તેથી પોતાના બળ અનુસાર ચારિત્ર અને સમ્યક્ત્વની ભૂમિકા વખતે પ્રાપ્ત થતા ગુણ અને ગુણાનુરાગમાં પ્રવર્તવું જોઇએ. ૩-૩૧TI
શ્રી વીતરાગપરમાત્માના વચનની જેમ જ સંવિગ્ન, ગીતાર્થ અને અશઠ એવા મહાત્માઓના આચરણને માર્ગ તરીકે વિસ્તારથી વર્ણવીને; તે મોક્ષનું કારણ કઈ રીતે બને છે - તે છેલ્લા શ્લોકથી જણાવાય છે
इत्थं मार्गस्थिताचारमनुसृत्य प्रवृत्तया ।
मार्गदृष्ट्यैव लभ्यन्ते परमानन्दसम्पदः ॥३-३२॥ રૂસ્થતિ–વ્યો: l/રૂ-રૂ|.
“આ રીતે માર્ગમાં રહેલાના આચારનું અનુસરણ કરીને પ્રવર્તેલી માર્ગદષ્ટિથી જ પરમાનંદ-સંપદા પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે બત્રીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય ૧૨૨
માર્ગ બત્રીશી
Page #126
--------------------------------------------------------------------------
________________
એ છે કે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનથી જેમ માર્ગ(મોક્ષમાર્ગ)નું જ્ઞાન થવાથી ક્રમ કરીને પરમાનંદસ્વરૂપ મોક્ષની સંપદા પ્રાપ્ત થાય છે તેમ અહીં પણ માર્ગમાં રહેલા સંવિગ્ન, ગીતાર્થ અને અશઠ વગેરે મહાત્માઓના આચારને અનુસરવાથી જે માર્ગદષ્ટિ (દર્શન-જ્ઞાન) પ્રવર્તે છે; તેથી જ પરમાનંદસંપદા પ્રાપ્ત થાય છે. માત્ર સંવિગ્ન મહાત્માઓ વગેરેના આચરણના અનુસરણથી પરમાનંદસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. પરંતુ તેઓશ્રીના આચરણના અનુસરણથી માર્ગનું જયારે જ્ઞાન થાય છે ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ એક જાતની માર્ગાનુસારી પ્રજ્ઞા છે. આ શ્લોકમાંનું માચિતાવાર આ પદ ખૂબ જ સ્પષ્ટ રીતે રહસ્યભૂત અર્થને જણાવે છે. સંવિગ્નાદિ મહાત્માઓની વિશેષતા એ છે કે તેઓ માર્ગસ્થિત છે. તેથી જ તેઓના આચારનું અનુસરણ કરવાથી માર્ગદષ્ટિ પ્રવર્તે છે. જેઓ માર્ગસ્થિત નથી; તેમના આચારનું અનુસરણ કરવાથી માર્ગનું જ્ઞાન થતું નથી. તેથી આચરણનું અનુસરણ કરતાં પૂર્વે માર્ગસ્થિતાદિનો વિવેક કરવાનું આવશ્યક છે. કોઈ પણ જાતના વિવેક વિના ગમે તેના આચરણનું અનુસરણ કરવાથી માર્ગદષ્ટિ પ્રાપ્ત થતી નથી અને તેથી પરમાનંદસંપદા પણ પ્રાપ્ત થતી નથી. અંતે માર્ગાનુસારિણી પ્રજ્ઞાને પ્રાપ્ત કરી પરમાનંદસંપદાની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. ૩-૩રા.
|| રતિ મા-દાશિવમ || अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
એક પરિશીલન
૧૨૩
Page #127
--------------------------------------------------------------------------
________________
अथ जिनमहत्त्वद्वात्रिंशिका प्रारभ्यते ।
मार्गविवेचनानन्तरं तद्देशकस्य भगवतो माहात्म्यं व्यवस्थाप्यते
ત્રીજી બત્રીશીમાં “માર્ગનું વિવેચન કર્યું. હવે આ બત્રીશીમાં માગદશક શ્રી તીર્થંકરભગવંતનું માહાત્મ વ્યવસ્થાપિત કરાય છે–
वप्रत्रयध्वजच्छत्रचक्रचामरसम्पदा ।
विभुत्वं न विभोस्तादृङ्मायाविष्वपि सम्भवात् ॥४-१॥ वप्रेति-तादृक् प्रेक्षावच्चमत्कारजनकं । मायाविष्वपि ऐन्द्रजालिकेष्वपि । यदि हि बाह्यसम्पदैव महत्त्वबुद्धिर्धर्मजननी स्यात्तदा मायाविष्वपि सा तथा स्यादित्यर्थः । तदिदमुक्तं समन्तभद्रेणापि“देवागमनभोयानचामरादिविभूतयः । मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ।।१।।” इति । न च व्यक्तिविशेषविषयकत्वेन नातिप्रसङ्ग इति शङ्कनीयं, प्रमेयत्वादिना महत्त्वप्रकारकज्ञानादपि फलापत्तेविशेषरूपेण महत्त्वप्रकारकत्वनिवेशस्यावश्यकत्वाद् । अत एवासाधावपि आलयविहारादिमत्त्वेन साधुत्वबुद्धावपि विशेषादर्शनदशायां न फलाभाव इति तत्र तत्र व्युत्पादितम् । अव्यक्तसमाधिफलविशेषे तु विषयविशेषोऽपि निवेश्यः । यदि चालयविहारादिलिङ्गेन साधुत्वमनुमीयत एव तदनुमितिप्रयोज्यवन्दनादिना च फलविशेष इति विभाव्यते, तदा भगवत्यपि विशिष्टरूपेण महत्त्वानुमित्यनन्तरमेव स्मरणादिना फलोदयाविशेषान् ‘महत्त्वं न' इत्यनन्तर मनुमेयम्' इत्यध्याहारान्नानुपपत्तिः स्वेतरनिष्ठात्यन्ताभावप्रतियोगिगुणवत्त्वरूपस्य महत्त्वस्य बाह्यसम्पदाऽनुमातुमशक्यत्वाद् मायाविष्वेव व्यभिचारात् ।।४-१।।
આશય એ છે કે આ પૂર્વેની માર્ગ બત્રીશીમાં શ્રી જિનેશ્વરદેવોના પરમતારક વચનને માર્ગરૂપે વર્ણવ્યું છે. પરંતુ જે લોકો શ્રી તીર્થંકરપરમાત્માને મહાન માનતા નથી, તેઓ તેઓશ્રીના પરમતારક વચનને માર્ગસ્વરૂપ નહિ માને; તેથી શ્રી વીતરાગપરમાત્માનું મહત્ત્વ સિદ્ધ કરવા આ બત્રીશી છે. આ બત્રીશીમાં શ્રી તીર્થંકરપરમાત્માનું માહાત્મ અનુમાનપ્રમાણથી સિદ્ધ કર્યું છે. ન્યાયદર્શનની પરિભાષાનો જેમને પરિચય નથી; તેમને આ બત્રીશીમાં જણાવેલી વાત સમજવાનું શક્ય નહિ બને. આમ છતાં વચ્ચે વચ્ચે કેટલીક વાતો પ્રયત્નથી સમજી પણ શકાશે. ન્યાયદર્શનની પરિભાષાના જાણકારોને અનુલક્ષીને અહીં મુખ્યપણે વિવરણ છે.
સમવસરણના ત્રણ કિલ્લા(ગઢ), ઈન્દ્રધ્વજ, ત્રણ છત્ર, ધર્મચક્ર અને ચામરની સંપદાના કારણે વિભુ(અનંતજ્ઞાનાદિમય પરમાત્મા)નું વિભુત્વ નથી. કારણ કે તેવું વિભુત્વ તો માયાવી દેવતા વગેરેમાં પણ સંભવે છે.” - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે શ્રી તીર્થંકર પરમાત્મા સૌથી મહાન છે – એમાં કોઈ વિવાદ નથી. પરંતુ એ મહત્ત્વ શ્રી તીર્થંકરનામકર્મના વિશિષ્ટ પુણ્યોદયે પ્રાપ્ત થનારી ત્રણ ગઢ વગેરે બાહ્યસંપદાને લઈને નથી.
૧૨૪
જિનમહત્ત્વ બત્રીશી
Page #128
--------------------------------------------------------------------------
________________
કારણ કે બુદ્ધિમાનોને ચમત્કારનું કારણ બનનારી એ બાહ્યસંપદાસ્વરૂપ મહત્ત્વ માયાવી ઇન્દ્રજાળ રચનારાને પણ હોય છે. માત્ર તેવા પ્રકારની બાહ્યસંપદાના કારણે જ જો મહત્ત્વ માનવાનું હોય તો તે ઐાલિક માયાવીમાં પણ માનવાનો પ્રસંગ આવશે. અને તેથી શ્રી તીર્થંકરપરમાત્મામાં જેમ મહત્ત્વની બુદ્ધિ ધર્મનું કારણ બને છે તેમ માયાવીમાં પણ તેવા પ્રકારની બાહ્યસંપદાના કારણે થનારી મહત્ત્વની બુદ્ધિ ધર્મનું કારણ બનશે. આથી જ સમતભદ્ર આચાર્યે પણ આ વાત જણાવતાં ફરમાવ્યું છે કે દેવતાઓનું આગમન; આકાશમાં વિહાર (સુવર્ણકમલ ઉપર પગ સ્થાપવા) અને ચામર વગેરે વિભૂતિઓ માયાવી પુરુષોમાં પણ દેખાય છે. તેથી એ વિભૂતિઓને લઈને તમે મહાન છો-એવું અમે માનતા નથી.”
યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ બાહ્યસંપદા માયાવીમાં હોય તો ધર્મજનક મહત્ત્વની બુદ્ધિને ઉત્પન્ન કરતી નથી. પરંતુ શ્રી તીર્થંકર પરમાત્મામાં એ બાહ્યસંપદા હોય તો મહત્ત્વની બુદ્ધિને ઉત્પન્ન કરવા દ્વારા ધર્મનું કારણ બને છે. તેથી આ રીતે વ્યક્તિવિશેષની બાહ્યસંપદાને ધર્મની પ્રયોજિકા માનવાથી કોઈ જ અતિપ્રસંગ નથી; પરંતુ આ રીતે વ્યક્તિવિશેષની અપેક્ષાએ બાહ્યસંપદાને મહત્ત્વબુદ્ધિની પ્રત્યે કારણ માનીને અતિપ્રસંગનું નિવારણ કરવાનું હોય તો મહત્ત્વબુદ્ધિની પ્રત્યે દરેક પદાર્થમાં રહેનારા પ્રમેયત્વ (યથાર્થજ્ઞાનની વિષયતા) વગેરે સામાન્યધર્મને કારણ માની મહત્ત્વબુદ્ધિ દ્વારા ધર્મની પ્રાપ્તિનો પ્રસંગ આવશે. યદ્યપિ, પ્રમેયત્વ દરેક પદાર્થમાં વૃત્તિ હોવાથી તેને લઈને તો સર્વત્ર મહત્ત્વબુદ્ધિ દ્વારા ધર્મની પ્રાપ્તિનો અતિપ્રસંગ આવશે, તેથી પ્રમેયત્વાદિ ધર્મને મહત્ત્વબુદ્ધિની પ્રત્યે પ્રયોજક માની શકાશે નહિ; પરંતુ અહીં પણ શ્રી વીતરાગપરમાત્મામાં જે પ્રમેયત્વ છે, તે જ મહત્ત્વબુદ્ધિની પ્રત્યે પ્રયોજક છે; એ પ્રમાણે વ્યક્તિવિશેષને આશ્રયીને વિશિષ્ટ પ્રમેયત્વને મહત્ત્વબુદ્ધિની પ્રત્યે પ્રયોજક માનવાથી એ અતિપ્રસંગનું નિવારણ કરી શકાય છે. અને તેથી પ્રમેયત્વસ્વરૂપે શ્રી વીતરાગપરમાત્મામાં થનારી મહત્ત્વબુદ્ધિથી પણ ધર્મની પ્રાપ્તિ માનવાનો પ્રસંગ આવશે. એ અનિષ્ટ પ્રસંગનું નિવારણ કરવા માટે મહત્ત્વબુદ્ધિની પ્રત્યે કોઈ વિશેષ ધર્મ જ પ્રયોજક તરીકે માનવો આવશ્યક છે. એ જો ઉપર જણાવ્યા મુજબ બાહ્યસંપદા માનીએ તો માયાવીમાં પણ તેવા પ્રકારનું બુદ્ધિમાનોને ચમત્કારનું કારણભૂત મહત્ત્વ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે ત્રણ ગઢ, ત્રણ છત્ર અને ચામરાદિ સ્વરૂપ બાહ્યસંપદા તો માયાવીમાં પણ જણાય છે.
આ અતિપ્રસંગના નિવારણ માટે ઉપર જણાવ્યા મુજબ વ્યક્તિવિશેષને આશ્રયીને કોઈ વિશેષધર્મને મહત્ત્વબુદ્ધિની પ્રત્યે પ્રયોજક માનવાનું શક્ય ન હોવાથી જ; “કોઈ વાર અસાધુમાં નિરવદ્યવસતિનું આસેવન; નવકલ્પી વિહાર અને નિર્દોષભિક્ષા વગેરેને લઈને સાધુત્વની બુદ્ધિ થાય અને તેમની સ્વચ્છંદચારિતા તથા ગુરુપરતંત્ર્યનો અભાવ વગેરે વિશેષતાનું જ્ઞાન ન થાય તો તેવા પ્રકારની સાધુત્વબુદ્ધિથી ત્યાં ધર્મનો અભાવ થતો નથી.” આ પ્રમાણે તે તે ગ્રંથમાં જણાવ્યું એક પરિશીલન
૧૨૫
Page #129
--------------------------------------------------------------------------
________________
છે - તે સંગત બને છે. કારણ કે વ્યક્તિવિશેષને આશ્રયીને મહત્ત્વપ્રયોજક (મહત્ત્વબુદ્ધિને ઉત્પન્ન કરવા દ્વારા ધર્મની પ્રત્યે પ્રયોજક) કોઈ પણ ધર્મને માનવાનો હોય તો અસાધુમાં નિરવદ્યવસતિનું આસેવન વગેરે ધર્મ, વ્યક્તિવિશેષ(સુસાધુ)માંનો ન હોવાથી તેને લઈને સાધુત્વની બુદ્ધિ ઉત્પન્ન કરાવવા દ્વારા તે ધર્મની પ્રત્યે પ્રયોજક નહિ બને. અને તેથી તે તે ગ્રંથમાં જે જણાવ્યું છે કે - “તેવા સ્થળે ફળનો અભાવ થતો નથી' આ વાત સંગત નહિબને. આથી સમજી શકાશે કે વ્યક્તિવિશેષને આશ્રયીને કોઈ પણ ધર્મવિશેષને મહત્ત્વબુદ્ધિની પ્રત્યે પ્રયોજક માનવાનું ઉચિત નથી.
યદ્યપિ આ રીતે મહત્ત્વબુદ્ધિની પ્રત્યે વ્યક્તિવિશેષગત ધર્મની પ્રયોજકતા માનવાની ન હોય તો; સાધુ અને અસાધુના વિશેષ ધર્મના દર્શનના અભાવમાં સામાન્યથી નિરવઘવસતિ વગેરે સામાન્યધર્મને આશ્રયીને સાધુ અને અસાધુ-બંન્નેમાં સાધુત્વની બુદ્ધિએ વંદનાદિ ક્રિયા કરવાથી ફળભેદ(ફલવિશેષ) નહિ થાય; પરંતુ સામાન્યફળની વિવક્ષામાં જ વ્યક્તિવિશેષગત ધર્મનો નિવેશ કર્યો નથી. અવ્યક્ત(સૂક્ષ્મ)સમાધિ સ્વરૂપ ફલવિશેષની પ્રત્યે તો વ્યક્તિવિશેષગત ધર્મથી જ ઉત્પન્ન થનારી મહત્ત્વબુદ્ધિ પ્રયોજિકા છે, તેથી કોઈ અનુપપત્તિ નથી.
નિરવઘ વસતિ, અપ્રતિબદ્ધ વિહાર અને નિર્દોષભિક્ષા આદિના કારણે અસાધુમાં પણ સાધુત્વની અનુમિતિ થાય છે જ; અને ત્યાર બાદ તે અનુમિતિના કારણે તેમને કરાતા વંદનાદિની ક્રિયાથી ફલવિશેષની પ્રાપ્તિ થાય છે. મહત્ત્વબુદ્ધિની પ્રત્યે વ્યક્તિગત કોઈ ધર્મવિશેષને પ્રયોજક માનતા નથી માટે અસાધુમાં સાધુત્વબુદ્ધિથી (અનુમિતિથી) વંદનાદિ ક્રિયાના કારણે ફળની પ્રાપ્તિ થાય છે - એવું નથી' : આ પ્રમાણે જો માનવામાં આવે તો પ્રકૃતિ સ્થળે ભગવાન શ્રી વીતરાગપરમાત્મામાં પણ અવ્યભિચારી (અનન્યસાધારણ) એવા વિશિષ્ટ સ્વરૂપથી મહત્ત્વની અનુમિતિ પછી જ તેઓશ્રીના સ્મરણાદિથી ફળની વિશેષ પ્રાપ્તિ થાય છે - એ પ્રમાણે કહી શકાય છે. આથી મહત્ત્વ ન (મૂળ શ્લોકમાં વિમુવં ન આવો પાઠ છે, ત્યાં વિમુત્વ ના સ્થાને મહત્ત્વ આવો પાઠ હોવો જોઇએ) આ પદ પછી “મનુને આ પદ અધ્યાહારથી સમજવું. તેથી શ્લોકનો અર્થ એ થશે કે - ત્રણ ગઢ, ઇન્દ્રધ્વજ, છત્ર, ધર્મચક્ર અને ચામર વગેરેની સંપદાથી પરમાત્માના મહત્ત્વનું અનુમાન ન કરવું. કારણ કે તેવા પ્રકારનું; બુદ્ધિમાનોને ચમત્કાર કરાવનારું મહત્ત્વ તો માયાવી જનોમાં પણ સંભવે છે - આ રીતે શ્લોકના અર્થમાં કોઈ અનુપપત્તિ (અસંગતિ) નથી. પોતાને છોડીને બીજામાં રહેનારા અભાવના પ્રતિયોગી એવા ગુણવત્ (અનન્યસાધારણ ગુણ) સ્વરૂપ મહત્ત્વ છે. આવા મહત્ત્વનું અનુમાન બાહ્યસંપદાથી કરી શકાય નહિ. કારણ કે માયાવીમાં જ બાહ્યસંપદા હોવા છતાં મહત્ત્વ નથી, તેથી વ્યભિચાર આવે છે. આશય એ છે કે પરમાત્મામાં પોતાના અસાધારણ ગુણોના કારણે મહત્ત્વ છે. એ ગુણવત્ત્વ(ગુણો)સ્વરૂપ જ અહીં મહત્ત્વ છે. પરમાત્માને છોડીને બીજે બધે એ ગુણોનો અભાવ છે. એ ગુણોના અભાવના પ્રતિયોગી (જેનો અભાવ, તે અભાવનો પ્રતિયોગી) ગુણો છે. તે ગુણો માત્ર પરમાત્મામાં જ
૧૨૬
જિનમહત્વ બત્રીશી
Page #130
--------------------------------------------------------------------------
________________
છે. અનન્યસાધારણ એવા ગુણોસ્વરૂપ મહત્ત્વ; અન્ય(માયાવી)સાધારણ એવી બાહ્યસંપદાથી અનુમાન કરવા યોગ્ય ન જ હોય - એ સ્પષ્ટ છે. થર ર. આ ગ્રંથથી જણાવેલી વાતમાં મહત્ત્વ જ આ પદ પછી અનુમેયમ્ નો અધ્યાહાર કરવો પડે છે, તેથી તેમાં યતિ ઘ કહીને અસ્વારસ્ય સૂચવ્યું છે... ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. I૪-૧
બાહ્યસંપદાના કારણે પરમાત્માનું મહત્ત્વ નથી, તો કયા રૂપથી તે મહત્ત્વ છે - આવી જિજ્ઞાસામાં જણાવાય છે
स्वामिनो वचनं यत्तु संवादि न्यायसङ्गतम् ।
कुतर्कध्वान्तसूर्यांशुमहत्त्वं तद् यदभ्यधुः ॥४-२॥ स्वामिन इति-यत्तु स्वामिनो वीतरागस्य । वचनं संवादि समर्थप्रवृत्तिजनकं । न्यायसङ्गतं स्याद्वादमुद्रामनतिक्रान्तम् । एकान्तस्य तत्त्वतोऽन्यायत्वाद् धर्मधर्मिसम्बन्धभेदेऽनवस्थानात्, तदभेदे च सहप्रयोगाद्यनुपपत्तेर्धर्मिग्राहकमानेन स्वतः सम्बद्धस्य सम्बन्धान्तरस्य कल्पनापेक्षया तेनैव सिद्धस्य शबलस्य वस्तुनोऽभ्युपगमस्य न्याय्यत्वात् । तदनुभवेऽपि चैकान्तभ्रमस्य दोषप्राबल्यादुपपत्तेः । विशेषदर्शनेन च तस्य निवर्तयितुं शक्यत्वादिति दिक् । कुतर्का एव ध्वान्तानि तेषु सूर्यांशुस्तन्महत्त्वमवच्छेद्यावच्छेदकयोर्लिङ्गलिङ्गिनोर्वा स्याद्वादाश्रयणेन कथञ्चिदभेदात् । यदभ्यधुः श्रीहरिभद्रसूरयः ।।४-२॥
કુતર્કસ્વરૂપ અંધકારને દૂર કરવા સૂર્યના કિરણ જેવું ન્યાયસંગત અને સંવાદી એવું સ્વામીનું જે વચન છે, તે મહત્ત્વ છે. જેથી શ્રી હરિભદ્રસૂરિમહારાજાએ ફરમાવ્યું છે કે” આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. તેને સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે શ્રી વીતરાગપરમાત્માનું સમર્થ(ફળસાધકો પ્રવૃત્તિને કરાવનારું, સંવાદી અને સ્વાદ્વાદમુદ્રાને અનુસારી એવું જે ન્યાયસંગત વચન છે; તે સ્વરૂપ મહત્ત્વ છે. શ્રી વીતરાગપરમાત્માનું પરમતારક વચન સ્યાદ્વાદમુદ્રા(મર્યાદા)અતિક્રમણ કરતું નથી, તેથી તે ન્યાયસંગત છે. સ્યાદ્વાદમુદ્રાનું અતિક્રમણ કરનારાં એકાંતવાદનાં વચનો તત્ત્વને આશ્રયીને અન્યાય સ્વરૂપ છે. એકાંતવાદની અન્યાયરૂપતા “ઘર્મર્ષિસરૂન્યમેડનવસ્થાના...' ઇત્યાદિ ગ્રંથથી જણાવી છે. તેનો આશય એ છે કે રો વટ કે રવિન પટઃ (લાલ ઘડો કે લાલરૂપવાળો ઘડો)... વગેરે પ્રયોગસ્થળે રક્ત રૂપ ધર્મ છે, તેનો ધર્મી ઘટ છે. ધર્મ અને ધર્મીનો જે સંબંધ છે (સમવાય... વગેરે) તે સંબંધ; ધર્મ અને ધર્મીથી તદન પટ વગેરેની જેમ ભિન્ન છે (જુદો છે) - આ પ્રમાણે કેટલાક એકાંતવાદી એવા લોકોની માન્યતા છે. તેમના મતે સંબંધ ધર્મ અને ધર્મ બંનેમાં હોવાથી રો : અને
વાનું ઘટ વગેરે પ્રતીતિ થાય છે. આ રીતે રક્ત રૂપને ઘડામાં રહેવા માટે જેમ સંબંધની જરૂર છે તેમ એ સંબંધને રક્તરૂપ સ્વરૂપ ધર્મ અને ઘટ સ્વરૂપ ધર્મામાં પણ રહેવા માટે બીજા સંબંધની જરૂર પડશે. આવી જ રીતે તે બીજા સંબંધને પણ રહેવા માટે ત્રીજા સંબંધની જરૂર પડશે.
ર
એક પરિશીલન
૧૨૭
Page #131
--------------------------------------------------------------------------
________________
અને તેથી સંબંધોની પરંપરા ચાલ્યા જ કરશે, જે અનવસ્થાસ્વરૂપ દોષ છે. આથી સમજી શકાશે કે ધર્મ અને ધર્મથી સંબંધને એકાંતે(સર્વથા) ભિન્ન-જુદો) માનવાથી અનવસ્થા આવે છે.
આવી જ રીતે ધર્મધર્મીના સંબંધને ધર્મધર્મીથી તદન જ અભિન્ન માનવામાં આવે તો રો થટ: કે રવાન્ ઘટઃ ઈત્યાદિ સહપ્રયોગો(સામાનાધિકરણ્યના સૂચક પ્રયોગો) વગેરેની અનુપપત્તિ થશે. કારણ કે સામાનાધિકરણ્ય (સમાન અધિકરણમાં રહેવું) કથંચિ(કોઈ પણ રીતે) ભિન્ન અનેક પદાર્થમાં હોય છે. સર્વથા અભિન્ન પદાર્થમાં સામાનાધિકરણ્ય હોતું નથી. તેથી જ તો : કે વટવા વટ: આવા પ્રયોગો ઉપપન્ન નથી. આથી સ્પષ્ટ છે કે ધર્મધર્મીના સંબંધને ધર્મધર્મીથી સર્વથા અભિન્ન માનવામાં રહ્યો : કે રહેવાનું થઃ ઈત્યાદિ પ્રયોગો ઉપપન્ન નહિ બને. આ પ્રમાણે એકાંતે ભેદ કે એકાંતે અભેદ પક્ષમાં દોષ સ્પષ્ટ છે. એકાંતાબેદપક્ષમાં થતો ઘટવાન જેમ પ્રયોગ થતો નથી તેમ ર વાન થ૮: ઇત્યાદિ આધાર(ઘટ) આધેય(રક્ત રૂપ) ભાવને જણાવનારા પ્રયોગાદિની પણ અનુપપત્તિ છે, તે સદાયો ધનુરૂપત્તે અહીં કાતિ પદથી જણાવ્યું છે.
યદ્યપિ ધર્મ અને ધર્મીના સંબંધને સર્વથા અતિરિક્ત (ધર્મધર્મીથી ભિન્ન) માનવાથી જે અનવસ્થા આવે છે, તેના નિવારણ માટે એ સંબંધને રહેવા જે સંબંધ કલ્પાય છે તે સંબંધ સ્વતઃ સંબદ્ધ છે. તેને રહેવા માટે સંબંધાંતરની કલ્પના કરવાની જરૂર નથી કે જેથી અનવસ્થા આવે. પરંતુ આ રીતે તો વસ્તુની શબલતા (પરસ્પર વિરુદ્ધ દેખાતા ધર્મોનું એક સ્થાને રહેવું) સિદ્ધ થાય છે. સંબંધમાં સ્વતઃ સંબદ્ધત્વ અને પરતઃ સંબદ્ધત્વ માનવાથી શબલત્વ સિદ્ધ જ છે. તેથી વસ્તુમાત્રમાં આ રીતે શબવત્વ માનવું જ ઉચિત છે. એ પ્રમાણે માનવાથી ધર્મધર્મીના સંબંધમાં ધર્મધર્મીથી કથંચિત્ ભિન્નભિન્નત્વ માનવાનું હોવાથી સર્વથા ભિન્નત્વ કે સર્વથા અભિન્ન માનવામાં આવતા દોષો નહીં આવે.
કોઈ કોઈ સ્થાને એકાંતે ભેદ કે એકાંતે અભેદનો અનુભવ થતો હોવાથી સર્વત્ર વસ્તુમાં ઉપર જણાવ્યા મુજબ શબવત્વ માનવાની જરૂર નથી.” - આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે સર્વત્ર વસ્તુમાં શબલત્વનો અનુભવ થતો હોવા છતાં એકાંતદર્શનના અત્યંતપરિચયાદિ દોષની પ્રબળતાના કારણે આકાશ અને ઘટ વગેરેમાં એકાંતે નિત્યત્વ અને અનિત્યત્વ વગેરેનો ભ્રમ થતો હોય છે. એકાંતે નિત્યવાદિના બાધક એવા વિશેષ ધર્મનું દર્શન કરાવવા દ્વારા એ ભ્રમને દૂર કરી શકાય છે. સામે રહેલા સ્થાણુ(ઝાડનું થડ)માં પુરુષત્વનો ભ્રમ; શાખાદિના વિશેષ દર્શનથી જેમ દૂર કરી શકાય છે તેમ એકાંતે નિત્યત્વાદિ પક્ષમાં પ્રાપ્ત થતા વ્યવહારબાધાદિ દોષોના દર્શનથી તે ભ્રમ દૂર કરી શકાય છે... આ બધું અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. ન્યાયની પરિભાષાથી પરિચિત જિજ્ઞાસુઓએ આ સાથે પ્રકાશિત વિવરણથી ગ્રંથની પંક્તિઓ લગાડવી જોઈએ. આથી જ કેટલીક પંક્તિઓનું આ ગુજરાતી વિવરણમાં તેનું અક્ષરશઃ વિવરણ કર્યા વિના જ વિવરણ કર્યું છે - એ યાદ રાખવું.
૧૨૮
જિનમહત્ત્વ બત્રીશી
Page #132
--------------------------------------------------------------------------
________________
યદ્યપિ, શ્રી વીતરાગપરમાત્માનું સંવાદિ જે પરમતારક વચન છે, તેને અહીં આ શ્લોકમાં મહત્ત્વસ્વરૂપે વર્ણવ્યું છે તે યોગ્ય નથી. કારણ કે અનન્યસાધારણગુણવત્ત્વસ્વરૂપ તે મહત્ત્વ છે – આ પ્રમાણે આ પૂર્વે પહેલા શ્લોકમાં છેલ્લે વર્ણવ્યું છે. પરંતુ અવચ્છેદ્ય અને અવિચ્છેદક તેમ જ લિંગ અને લિંગી – એ બેમાં સ્યાદ્વાદને આશ્રયીને કથંચિત્ અભેદ હોવાથી એ પ્રમાણે જણાવવામાં કોઈ દોષ નથી. આશય એ છે કે વીતરા મહાન સંવાવિવનવત્તા અને વીતરા : સંવવિઘનવસ્વૈન મહાન અહીં શ્રી વીતરાગપરમાત્મામાં મહત્ત્વને સંવાદિવચનવત્વ હેતુથી સિદ્ધ કર્યું છે અને જણાવ્યું છે. એમાં મહત્ત્વ સાધ્ય છે (લિંગી છે) અને તેમાં હેતુ-સાધન (લિંગ) સંવાદિવચનવન્ત (વચન) છે. સ્યાદ્વાદને આશ્રયીને લિંગ (સાધન) અને લિંગી (સાધ્ય) એ બેમાં કથંચિત્ અભેદ હોવાથી સંવાદિવચનસ્વરૂપ લિંગને મહત્ત્વસ્વરૂપે (લિંગી-સાધ્ય સ્વરૂપે) વર્ણવ્યું છે. તેમ જ વીતરી : સંવિવનવસ્વૈન મહાન આ પ્રતીતિમાં વીતરાગપરમાત્માનું વિશેષણ મહત્ત્વ છે અને મહત્ત્વનું વિશેષણ સંવાદિવચન છે. વિશેષણનું વિશેષણ પ્રથમ વિશેષણમાંની વિશેષણતાનું અવચ્છેદક કહેવાય છે. અને તેનાથી અવચ્છેદ્ય તે વિશેષણતા (વિશેષણ) મનાય છે. આથી સમજી શકાશે કે મહત્ત્વ અવચ્છેદ્ય છે અને તેનું અવચ્છેદક સંવાદિવચન છે. સ્યાદ્વાદને આશ્રયીને એ બંનેનો પણ કથંચિત્ અભેદ હોવાથી સંવાદિવચનસ્વરૂપે મહત્ત્વનું વર્ણન કરવામાં કોઈ અનુપપત્તિ નથી... વગેરે અધ્યાપક પાસેથી સમજી લેવું. ૪-રા
પૂર્વ શ્લોકમાં જણાવ્યા મુજબ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ સંવાદિવચનરૂપે જ ભગવાન શ્રી તીર્થંકરપરમાત્માનું મહત્ત્વ જણાવ્યું છે, તે જણાવાય છે–
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु ।
युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥४-३॥ पक्षपात इति-न मे मम वीरे श्रीवर्धमानस्वामिनि । पक्षपातो गुणानालोचनपूर्व एव रागः । कपिलादिषु च न मे द्वेषः । किं तु यस्य वचनं युक्तिमत् तस्य परिग्रहः स्वीकारः कार्यः । इत्थं चात्राविसंवादिवचनत्वेनैव भगवति महत्त्वमाचार्यैरभिप्रेतम् ।।४-३।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે શ્રી મહાવીર પરમાત્માને વિશે મને પક્ષપાત નથી. ગુણની તાત્ત્વિકતાનો વિચાર કર્યા વિના તે તે વ્યક્તિ પ્રત્યે જે રાગ થાય છે; તેને પક્ષપાત કહેવાય છે. એવો રાગ શ્રી વર્ધમાનસ્વામીને વિશે મને નથી. તેમ જ કપિલાદિ(સાખ્યાદિ દર્શનોને માનનારા તે તે દાર્શનિકો)ને વિશે મને દ્વેષ નથી. જેમનું વચન યુક્તિમદ્ છે, તેમનો મહાપુરુષ તરીકે સ્વીકાર કરવો જોઈએ. આ પ્રમાણે શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી વીતરાગપરમાત્માનું મહત્ત્વ અવિસંવાદી (યુક્તિમ) વચનને લઈને છે - એ સ્પષ્ટ રીતે જણાવ્યું છે. ૪-al
औदयिकभावस्यापि विशिष्टस्य महत्त्वप्रयोजकत्वं व्यवस्थापयति
એક પરિશીલન
૧૨૯
Page #133
--------------------------------------------------------------------------
________________
બાહ્યસંપદામાત્રથી પરમાત્માનું મહત્ત્વ નથી, તેનું વ્યવસ્થાપન કરીને હવે પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારા બાહ્ય વિશિષ્ટ ભાવો પણ પરમાત્મામાં રહેલા મહત્ત્વના પ્રયોજક બને છે, તે જણાવાય છે–
पुण्योदयभवैर्भावैर्मतं क्षायिकसङ्गतैः ।
महत्त्वं महनीयस्य बाहामाभ्यन्तरं तथा ॥४-४॥ पुण्येति - पुण्योदयभवैस्तीर्थकरनामकर्माधुदयोत्पन्नः । भावै विशिष्टसंहननरूपसत्त्वसंस्थानगतिप्रभृतिभिः । क्षायिकसङ्गतैः क्षायिकज्ञानादिमिलितैः । महत्त्वं महनीयस्य पूज्यस्य मतं । बाह्यं तथाभ्यन्तरं प्रत्येकं विशिष्टमेव वा कथञ्चिदुभयव्यपदेशभाक् । इत्थं च विशिष्टबाह्यसम्पदोऽन्यासाधारणत्वान्नातिप्रसङ्गत्वमिति भावः ॥४-४।।
“પુણ્યોદયના કારણે પ્રાપ્ત થયેલા અને ક્ષાયિકભાવોથી સંગત એવા ભાવોથી; પૂજ્ય પરમાત્માનું બાહ્ય અને આત્યંત મહત્ત્વ છે.” – આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી તીર્થકર નામકર્મ વગેરે વિશિષ્ટ પુણ્યકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિશિષ્ટ સંઘયણ, રૂપ, સત્ત્વ, સંસ્થાન અને ગતિ વગેરે જે ભાવો છે - એ ઔદયિકભાવો; જો ક્ષાયિક (કર્મના સર્વથા ક્ષયથી પ્રાપ્ત) એવા કેવલજ્ઞાન અને કેવલદર્શન વગેરે ભાવોથી યુક્ત હોય તો તે ઔદયિકભાવોના કારણે પણ પરમાત્માનું બાહ્ય અને આત્યંત મહત્ત્વ મનાય છે. બાહ્ય ઔદયિકભાવોના કારણે બાહ્યમહત્ત્વ અને આત્યંતર ક્ષાયિકભાવોના કારણે આત્યંત મહત્ત્વ મનાય છે. માત્ર ઔદયિકભાવાદિ સ્વરૂપ મહત્ત્વ માયાવી વગેરેમાં પણ હોવાથી ઔદયિકભાવવિશિષ્ટ ક્ષાયિકભાવ સ્વરૂપ મહત્ત્વ જ કથંચિત્ બાહ્ય અને આત્યંત મહત્ત્વના વ્યવહારનો વિષય બને છે. આ રીતે વિશિષ્ટલક્ષાયિકજ્ઞાનાદિવિશિષ્ટ) બાહ્યસંપદા માયાવી વગેરેમાં ન હોવાથી વ્યભિચાર આવતો નથી. ૪-૪
આત્યંત મહત્ત્વને જણાવનાર બાહ્યસંપદાનું મહત્ત્વ તરીકે વર્ણન કરીને હવે તે દષ્ટાંતથી જણાવાય છે–
बहिरभ्युदयादर्शी भवत्यन्तर्गतो गुणः ।
मणेः पटावृतस्यापि बहिर्कोतिरुदञ्चति ॥४-५॥ રિતિ–વ્ય: I૪-KI
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે બહાર અભ્યદયને જણાવનારો અંતર્ગત ગુણ હોય છે. વસ્ત્રથી આચ્છાદિત એવા પણ મણિની કાંતિ બહાર ફેલાતી હોય છે. આવી જ રીતે આવ્યંતર ગુણથી યુક્ત એવી બાહ્યસંપદાથી પૂજય શ્રી પરમાત્માનું મહત્ત્વ મનાય છે. ll૪-પી. ૧૩૦
જિનમહત્ત્વ બત્રીશી
Page #134
--------------------------------------------------------------------------
________________
स्वभावभेदादपि कार्यकलिङ्गकं महत्त्वमाह
પાંચમા શ્લોકથી શ્રી તીર્થંકર પરમાત્માનું મહત્ત્વ; દૃષ્ટાંતપૂર્વક, બાહ્યસંપદાથી અભિવ્યક્ત થતું આંતરિક ગુણ સ્વરૂપ જણાવ્યું. વસથી આચ્છાદિત હોવા છતાં મણિની બાહ્ય પ્રભાના કારણે જેમ મણિનું આંતરિક મહત્ત્વ જણાય છે તેમ જ કર્માચ્છાદિત હોવા છતાં વિશિષ્ટરૂપાદિ બાહ્યસંપદાના કારણે પરમાત્માનું આંતરિક ક્ષાયિકભાવના ગુણ સ્વરૂપ મહત્ત્વ જણાય છે. આ પ્રમાણે આ પૂર્વે જણાવીને હવે; પરમાત્માનો અનન્યસાધારણ સ્વભાવ હોવાથી જ તેઓશ્રીનું મહત્ત્વ છે, જે સ્વભાવની ભિન્નતાને લઈને પરમાત્માનું મહત્ત્વ છે એ સ્વભાવનો ભેદ તીર્થની સ્થાપના વગેરે કાર્યથી મનાય છે તેથી પરમાત્માનું એ મહત્ત્વ કાર્યલિંગ (કાર્યથી અનુમેય) છે, તે જણાવાય છે–
भेदः प्रकृत्या रत्नस्य जात्यस्याजात्यतो यथा ।
तथागपि देवस्य भेदोऽन्येभ्यः स्वभावतः ॥४-६॥ भेद इति-अर्वागपि मिथ्यात्वादिदशायामपि । स्वभावत इति अन्यथा स्वस्मिन्नन्यवृत्तिगुणापत्तेः । न च प्रागभावाभावान्नेयमापत्तिः स्वगुणप्रागभावस्य स्वयोग्यतापरिणतिपर्यवसितत्वादिति भावः ।।४-६।।
જેમ અજાત્યરત્ન કરતાં જાત્યરત્ન સ્વભાવથી જ શ્રેષ્ઠ હોય છે તેમ શ્રી તીર્થંકરપરમાત્મા, બીજા બધાની અપેક્ષાએ સ્વભાવથી જ મહાન છે.' - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે અનંતાનંત જીવોમાં, શ્રી તીર્થંકરપરમાત્મા થવાની યોગ્યતા ખૂબ જ થોડા આત્માઓમાં રહેલી છે. એ પરમતારક આત્માઓની યોગ્યતા બીજા આત્માઓની યોગ્યતાથી જુદી છે. આ ભેદ(ફરક) અનાદિકાળથી છે, તેથી સ્વભાવથી છે. મિથ્યાત્વદશામાં અને અવ્યવહારરાશિમાં પણ આ ભેદ છે.
આ પ્રમાણે સ્વભાવભેદ માનવામાં ન આવે તો અન્યમાં રહેનારા ગુણોની ઉત્પત્તિ પોતામાં થશે. કારણ કે આવી જાતની સ્વભાવસિદ્ધ યોગ્યતા માનવામાં ન આવે તો બીજાના ગુણો જેમ બીજાના આત્મામાં ઉત્પન્ન થાય છે તેમ આપણા પોતાના આત્મામાં થઈ શકશે. પરંતુ આવું બનતું નથી. તેથી માનવું પડે છે કે પોતાના આત્મામાં પોતાના જ ગુણો ઉત્પન્ન થવાની યોગ્યતા છે, જે અનાદિકાળની છે, દરેક આત્મામાં પ્રત્યાત્મ) જુદી જુદી છે. એ અસાધારણ યોગ્યતાને લઈને તે તે આત્મામાં ગુણો ઉત્પન્ન થતા હોય છે. શ્રી તીર્થંકરપરમાત્માનું મહત્ત્વ પણ તેઓશ્રીની અનન્યસાધારણ યોગ્યતાને કારણે છે. અને એ યોગ્યતા પણ અનાદિકાળથી મિથ્યાત્વાદિ દશામાં પણ છે, એ સમજી શકાય છે.
યદ્યપિ બીજાના ગુણોની ઉત્પત્તિ આપણા પોતામાં ન થાય એ માટે ઉપર જણાવ્યા મુજબની યોગ્યતા માનવાની જરૂર નથી. કારણ કે કાર્યમાત્રની પ્રત્યે તેનો પ્રાગભાવ (ઉત્પત્તિ
એક પરિશીલન
૧૩૧
Page #135
--------------------------------------------------------------------------
________________
પૂર્વેનો અભાવ) કારણ છે. ઉત્પત્તિ પૂર્વે કાર્યના સમવાયિકારણ એવા તંતુ વગેરેમાં કાર્ય પટાદિનો પ્રાગભાવ હોય છે. અન્યના ગુણોનો પ્રાગભાવ અન્યમાં જ છે, આપણામાં નથી. તેથી અન્યના ગુણો અન્યમાં જ ઉત્પન્ન થશે, આપણામાં નહિ. તેથી અન્યના ગુણોની ઉત્પત્તિ સ્વમાં (પોતામાં) ન થાય એ માટે યોગ્યતા માનવાની જરૂર નથી, પરંતુ સ્વગુણનો પ્રાગભાવ સ્વયોગ્યતાસ્વરૂપ હોવાથી કોઈ દોષ નથી. સ્વનો (પોતાનો) ભાવ એટલે જ સ્વભાવ; એ સ્વપરિણતિ સ્વરૂપ છે. બીજાના ગુણો પોતામાં ઉત્પન્ન થાય એવો સ્વભાવ ન હોવાથી પોતામાં એ ગુણો ઉત્પન્ન થતા નથી. આ રીતે સ્વગુણનો પ્રાગભાવ અને સ્વયોગ્યતા માત્ર સ્વમાં જ હોવાથી સ્વગુણો સ્વમાં જ ઉત્પન્ન થાય છે. આથી સમજી શકાશે કે સ્વગુણાદિનો પ્રાગભાવ; સ્વાદિ-યોગ્યતાપર્યવસિત છે. ૪-૬ll
પરમાત્મામાં અન્યાભિમત મહત્ત્વાભાવસાધક અનુમાનને જણાવીને તેની દુષ્ટતા જણાવાય છે
नित्यनिर्दोषताभावान्महत्त्वं नेति दुर्वचः ।
नित्यनिर्दोषता यस्माद् घटादावपि वर्तते ॥४-७॥ नित्येति-नित्यनिर्दोषताया अभावान्महत्त्वं न । प्रक्रमाद्वीतरागे इति । दुर्वचः दुष्टं वचनं । यस्मान्नित्यनिर्दोषता दोषात्यन्ताभाववत्त्वरूपा नित्यत्वे सति इयमेव वा घटादावपि वर्तते । आदिना आकाशादिग्रहः । इत्थं च वीतरागो न महान् नित्यनिर्दोषत्वाभावादिति अन्वयिनि घटादौ दृष्टान्ते साधनवैकल्यमुपदर्शितं भवति । व्यतिरेकिणि चेश्वरदृष्टान्ते नोभयवादिसम्मतत्वं, वीतरागस्यैवासिद्धौ परस्याश्रयासिद्धिश्च, तत्सिद्धौ वा धर्मिग्राहकमानेन तन्महत्त्वसिद्धौ बाधश्चेति द्रष्टव्यम् ॥४-७॥
આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ શ્રી વીતરાગ પરમાત્મામાં અનન્યસાધારણ ગુણોની યોગ્યતા સ્વભાવથી જ અનાદિકાળથી હોય છે. કાલાંતરે એ યોગ્યતાને લઈને તથાવિધ સામગ્રીની પ્રાપ્તિથી એ ગુણો પ્રાપ્ત થાય છે. આથી એ સ્પષ્ટ છે કે અનાદિકાળથી (નિત્ય) શ્રી વીતરાગપરમાત્મા મહાન નથી. ગુણની પ્રાપ્તિ પૂર્વે પરમાત્મામાં દોષો હતા. પાછળથી તેઓ સર્વથા નિર્દોષ અને સમગ્ર ગુણથી પરિપૂર્ણ બન્યા. તેથી તેઓશ્રી મહાન છે. પરંતુ આ રીતે તેઓશ્રીને મહાન માનવાનું ઉચિત નથી. કારણ કે તેઓશ્રી નિત્યનિર્દોષ નથી. “વીતરાનો મહાન નિત્યનિષત્વામવિ” - આ અનુમાનથી પરમાત્મામાં આપણી જેમ મહત્ત્વાભાવ સિદ્ધ થાય છે. એ અનુમાનને દૂષિત કરતાં શ્લોકમાં તિ દુર્વા... ઇત્યાદિ ગ્રંથથી દોષ જણાવાય છે. એનો આશય એ છે કે- “નિત્યનિર્દોષ ન હોવાથી પરમાત્મામાં મહત્ત્વ નથી.' - આ પ્રમાણે કહેવું એ યોગ્ય નથી. કારણ કે આવી નિર્દોષતા તો ઘટાદિ પદાર્થોમાં પણ હોવા છતાં ત્યાં મહત્ત્વ
૧૩૨
જિનમહત્વ બત્રીશી
Page #136
--------------------------------------------------------------------------
________________
મનાતું નથી. જ્યાં જ્યાં નિર્દોષતા (નિત્ય-નિર્દોષતા) છે ત્યાં ત્યાં મહત્ત્વ છે - એ કહેવાનું શક્ય નથી. કારણ કે ઘટાદિમાં નિત્યનિર્દોષતા હોવા છતાં મહત્ત્વ ન હોવાથી વ્યભિચાર આવે છે.
દોષના અત્યંતાભાવ સ્વરૂપ નિર્દોષતા છે. એ અત્યંતાભાવરૂપ હોવાથી જ નિત્ય છે. તેથી કેવળ નિર્દોષતા પદથી એ અર્થ (નિત્યનિર્દોષતા) પ્રતીત થતો હોવાથી નિત્ય પદ યદ્યપિ વ્યર્થ છે. પરંતુ નિત્યનિર્દોષતાનો અર્થ એ છે કે દોષસામાન્યનો અત્યંતભાવ હોવો જોઇએ અને દોષાત્યતાભાવવત્ વસ્તુ નિત્ય હોવી જોઇએ. અર્થાત્ નિત્યત્વવિશિષ્ટ (નિત્યત્વ જ્યાં રહેતું હોય
ત્યાં રહેનાર) નિર્દોષતા વિવક્ષિત છે. તેથી નિત્ય પદ વ્યર્થ નહીં બને. ઘટાદિ પદાર્થમાં યદ્યપિ નિર્દોષતા હોવા છતાં નિત્યત્વ ન હોવાથી નિત્યત્વવિશિષ્ટ નિર્દોષતાના અભાવના કારણે વ્યભિચાર નહીં આવે, પરંતુ આકાશાદિ નિત્ય પદાર્થોમાં નિત્યત્વવિશિષ્ટ નિર્દોષતા હોવાથી ત્યાં વ્યભિચાર આવે છે.
આથી ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે કે વીતરાપો ન મહાન નિત્યનિર્દોષ–ામાવતિ' અહીં મહત્ત્વાભાવસ્વરૂપ સાધ્ય જ્યાં નિશ્ચિત છે ત્યાં ઘટાદિ (આકાશાદિ) અન્વયદષ્ટાંતમાં નિત્યનિર્દોષતાભાવસ્વરૂપ સાધન-હેતુનું વૈકલ્યા છે. મહત્ત્વાભાવસ્વરૂપ સાધ્યનો અભાવ જે મહત્ત્વસ્વરૂપ છે, તેનો નિશ્ચય જેમાં છે એ પરમાત્મા-ઇશ્વરસ્વરૂપ વ્યતિરેકદષ્ટાંત ઉભયવાદિસંમત નથી, તેથી દાંતાસિદ્ધિ છે. વીતરી ન મદીન.... આ અનુમાનનો કર્તા, વીતરાગને અસિદ્ધ માને તો તેને પલાડપ્રસિદ્ધિ દોષ પ્રાપ્ત થાય છે. અને બીજા કોઈ પણ પ્રમાણથી વીતરાગપરમાત્માની સિદ્ધિ કરે તો તે પ્રમાણ કે જે શ્રી વિતરાગપરમાત્મા સ્વરૂપ ધર્મી(પક્ષ-વિશેષ્યઉદ્દેશ્ય)નું ગ્રાહક-સાધક છે, તે પ્રમાણથી જ શ્રી વીતરાગપરમાત્મામાં મહત્ત્વ પણ સિદ્ધ થવાથી મહત્ત્વાભાવને સિદ્ધ કરવા માટે પ્રયુક્ત એ (નિત્યનિર્દોષતાભાવ) હેતુમાં બાધ આવે છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ll૪-ળી
ઉપર જણાવેલા સાધનવૈકલ્યદોષને દૂર કરવા માટે જણાવેલા ઉપાયને જણાવીને તેનું નિરાકરણ કરાય છે–
सात्मन्येव महत्त्वाङ्गमिति चेत् तत्र का प्रमा ।
पुमन्तरस्य कल्प्यत्वाद् ध्वस्तदोषो वरं पुमान् ॥४-८॥ सेति-सा नित्यनिर्दोषता । आत्मन्येव आत्मनिष्ठेव । महत्त्वाङ्गम् । इत्थं च नित्यनिर्दोषत्वाभावस्य हेतुत्वान्न दृष्टान्ते साधनवैकल्यमिति भावः । अत्राह-इति चेत्तत्रात्मनि नित्यनिर्दोषत्वे । का प्रमा किं प्रमाणं । तथा च प्रतियोग्यप्रसिद्ध्याऽभावाप्रसिद्धेहेतुरेवासिद्ध इति भावः । महत्पदप्रवृत्तिनिमित्ततयैव नित्यनिर्दोषात्मत्वं सेत्स्यतीत्यत आह-पुमन्तरस्य नित्यनिर्दोषस्य पुंसः कल्प्यत्वाद्वरं ध्वस्तदोषः पुमान्
એક પરિશીલન
૧૩૩.
Page #137
--------------------------------------------------------------------------
________________
कल्पनीयः । तथा च दोषात्यन्ताभाववदात्मत्वापेक्षया लघौ दोषध्वंस एव महत्पदप्रवृत्तिनिमित्तत्वकल्पनं न्याय्यमिति भावः । वस्तुतः पदप्रवृत्तिनिमित्तमात्रं न पदार्थान्तरकल्पनक्षममिति द्रष्टव्यम् ।।४-८।।
આત્મામાં રહેનારી જ ઘટાદિમાં રહેનારી નહિ) નિત્યનિર્દોષતા મહત્ત્વની પ્રયોજિકા છે. તેનો ઘટાદિમાં અભાવ હોવાથી પરમાત્મામાં મહત્ત્વાભાવ સિદ્ધ થાય છે - આ પ્રમાણે કહેવામાં કોઈ પ્રમાણ નથી. નિત્યનિર્દોષ પુરુષની કલ્પના કરીને તેમાં મહત્ત્વ માનવું; એના કરતાં તો જે પુરુષના દોષો નાશ પામ્યા છે એમાં જ મહત્ત્વ માનવાનું સારું છે.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે વીતરો ન મરીન (મહત્ત્વાકાવવાન) નિત્યનિષત્રામાવાત્ આ અનુમાનમાં ઉપર (સાતમા શ્લોકમાં) જણાવ્યા મુજબ ઘટાદિ અન્વયદષ્ટાંતમાં સાધન-હેતુની વિકલતા જણાવી છે. એ દોષનું નિવારણ કરવા માટે આત્મવૃત્તિનિત્યનિર્દોષતાભાવને હેતુ માનવો જોઇએ. ઘટાદિમાં રહેનારી નિત્યનિર્દોષતા આત્મામાં રહેનારી નથી. તેથી આત્મામાં રહેનારી નિત્યનિર્દોષતા ઘટાદિમાં ન હોવાથી આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વનો અભાવ ઘટાદિમાં છે જ. આથી ઘટાદિમાં સાધનની વિકલતાનો પ્રસંગ આવતો નથી. પરંતુ આત્મામાં નિત્યનિર્દોષતા જ પ્રસિદ્ધ (પ્રમાણસિદ્ધ) નથી. તેથી, સાધનસ્વરૂપ અભાવ(આત્મવૃત્તિત્વવિશિષ્ટ નિત્યનિર્દોષતાભાવ)નો પ્રતિયોગી (આત્મવૃત્તિત્વવિશિષ્ટ નિત્યનિર્દોષત્વ) પ્રસિદ્ધ ન હોવાથી તેના અભાવ સ્વરૂપ સાધનની (હેતુની) પણ પ્રસિદ્ધિ નથી. આથી સમજી શકાશે કે આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વાભાવ સ્વરૂપ હેતુ અસિદ્ધ છે.
યદ્યપિ મદ પદ પ્રસિદ્ધ હોવાથી તે પદની પ્રવૃત્તિના નિમિત્ત તરીકે નિત્યનિર્દોષત્વ કોઈ પણ આત્મામાં માનવાનું આવશ્યક છે. તેથી આત્મામાં નિત્યનિર્દોષત્વ અપ્રસિદ્ધ નથી. આશય એ છે કે નીર વગેરે પદોની પ્રવૃત્તિ (પ્રયોગ) જ્યાં નીલરૂપ વગેરે છે ત્યાં થાય છે. તેથી નીલરૂપ વગેરે, જેમ ની પદ વગેરેનું પ્રવૃત્તિનિમિત્ત મનાય છે તેમ મદત પદનું પણ કોઈ એક પ્રવૃત્તિનિમિત્ત હોવું જોઇએ. કારણ કે પદમાત્ર પ્રવૃત્તિનિમિત્તવાળાં હોય છે. મહત્વ પણ નીના િપદોની જેમ પદ છે. તેથી તેનું પણ કોઈને કોઈ પ્રવૃત્તિનિમિત્ત હોવું જોઇએ. મદનું પદનું જે પ્રવૃત્તિનિમિત્ત છે; તે આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વ' છે - આ રીતે મદ પદના પ્રવૃત્તિનિમિત્તસ્વરૂપે આત્મવૃત્તિ - નિત્યનિર્દોષત્વ સિદ્ધ થાય છે. અને તેથી ઘટાદિ અન્વયદષ્ટાંતમાં (નિશ્ચિત-સાધ્ય-મહત્ત્વાભાવવધૂમાં) આત્મવૃત્તિનિત્યનિર્દોષતાભાવ સ્વરૂપ હેતુ પણ સિદ્ધ છે – એ સમજી શકાય છે.
ઉપર જણાવ્યા મુજબ મદનું પદના પ્રવૃત્તિનિમિત્ત સ્વરૂપે આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વને માની તેના આશ્રય તરીકે પુરુષાંતરની કલ્પના કરવા કરતાં જેમના દોષોનો ધ્વંસ થયો છે, તે પુરુષના ધ્વસ્તદોષત્વ' ને જ મદ પદની પ્રવૃત્તિના નિમિત્ત સ્વરૂપે માનવાનું ઉચિત છે. કારણ કે નિત્યનિર્દોષતાભાવ અત્યંતાભાવસ્વરૂપ હોવાથી નિત્યસ્વાદિઘટિત છે. તેથી તેની
૧૩૪
જિનમહત્ત્વ બત્રીશી
Page #138
--------------------------------------------------------------------------
________________
અપેક્ષાએ “ધ્વસ્તદોષત્વ' ને મદનું પદની પ્રવૃત્તિના નિમિત્ત તરીકે માનવામાં લાઘવ છે. એ પ્રમાણે માનવાથી નિત્યનિર્દોષત્વ(આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વ)ની અપ્રસિદ્ધિથી તેના અભાવની પણ અપ્રસિદ્ધિ થવાથી વીતરો ન મહાન માત્મવૃત્તિત્વવિશિષ્ટનિત્યનિષત્કામાવાનું આ અનુમાનમાં હેતુ અસિદ્ધ છે.
યદ્યપિ મહંત પદના પ્રવૃત્તિનિમિત્તસ્વરૂપે ઉપર જણાવ્યા મુજબ ધ્વસ્તદોષત્વ(યાવદોષોના ધ્વસ)ને માનવાથી તે તે દોષોના ધ્વસને એટલે કે અનંત દોષઘ્નસોને અથવા તે ધ્વસોના સમુદાયને મદન પદનું પ્રવૃત્તિનિમિત્ત માનવું પડે છે. તેની અપેક્ષાએ તો દોષસામાન્યના અત્યંતાભાવ સ્વરૂપ એક જ નિર્દોષત્વને મદન પદનું પ્રવૃત્તિનિમિત્ત માનવામાં લાઘવ છે. અને તેથી એમ કરવાથી ઉપર જણાવ્યા મુજબ હેતુ અસિદ્ધ નહિ બને. કારણ કે નિત્યનિર્દોષત્વ પ્રસિદ્ધ થવાથી ઉપર જણાવ્યા મુજબ તેનો અભાવ પણ પ્રસિદ્ધ થશે. પરંતુ ખરી રીતે પદપ્રવૃત્તિનિમિત્ત માત્ર પદાર્થાતરને સિદ્ધ કરવા સમર્થ નથી. કારણ કે કોઈ પદ જોઈને લોકમાં પદાર્થની કલ્પના કરાતી નથી, પણ પદાર્થ જોઇને આપ્તપુરુષાદિના વચનાદિના અનુસાર પદનો વ્યવહાર પ્રવર્તે છે. તેથી મહત્ પદના પ્રવૃત્તિનિમિત્ત તરીકે નિત્યનિર્દોષત્વને સિદ્ધ કરવાનું શક્ય ન હોવાથી આત્મવૃત્તિનિત્યનિર્દોષતાભાવ સ્વરૂપ હેતુ અસિદ્ધ છે. ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઇએ. //૪-૮
ध्वस्तदोषत्वे भगवतः समन्तभद्रोक्तं मानमनुवदति ।
જેમના દોષોનો સર્વથા ધ્વંસ થયો છે તેમાં રહેલું “ધ્વસ્તદોષત્વ મા પદનું પ્રવૃત્તિનિમિત્ત છે – એ પ્રમાણે જણાવીને એ ધ્વસ્તદોષત્વમાં શ્રી સમતભદ્રાચાર્યે જણાવેલ પ્રમાણ જણાવાય છે. અન્યથા આત્મામાં જેમ નિત્યનિર્દોષત્વ અસિદ્ધ છે તેમ ધ્વસ્તદોષત્વ પણ ક્યાં સિદ્ધ છે? આવી શંકાનો સંભવ છે. તેથી ધ્વસ્તદોષત્વ'માં પ્રમાણ બતાવાય છે–
दोषावरणयोर्हानिनिःशेषास्त्यतिशायनात् ।
क्वचिद् यथा स्वहेतुभ्यो बहिरन्तर्मलक्षयः ॥४-९॥ दोषेति-क्वचिद्दोषावरणयोनिःशेषा हानिरस्ति । अतिशायनात्तारतम्यात् । यथा स्वहेतुभ्यो मलक्षयहेतुभ्यः । स्वर्णादेर्बहिरन्तश्च मलक्षयः । यद्यप्यत्र दोषावरणे निःशेषहानिप्रतियोगिनी तारतम्यवद्धानिप्रतियोगित्वादित्यनुमाने पक्षविवेचने बाधासिद्धी न क्वचित्पदग्रहणमात्रनिव] साध्याश्रयतया पृथक्कृतां व्यक्तिमनुपादायापादनाच्च न दिग्नागमतप्रवेशो न च निःशेषहानिप्रतियोगिजातीयत्वस्य साध्यत्वे सम्पतिपन्नस्वर्णमलस्य दृष्टान्तत्वे च न कोऽपि दोष इति वाच्यं, निःशेषक्षीयमाणस्वर्णमलवृत्तिदोषावरणसाधारणौपाधिकत्वजातिसिद्ध्याऽर्थान्तरापत्तेः । दोषत्वादिजातिग्रहे च दृष्टान्तस्य साध्यविकलत्वात् तथापि
એક પરિશીલન
૧૩૫
Page #139
--------------------------------------------------------------------------
________________
दोषत्वमावरणत्वं च निःशेषक्षीयमाणवृत्ति देशतःक्षीयमाणवृत्तिजातित्वात् स्वर्णमलत्ववदित्यत्र तात्पर्यम् I૪-૨I/
જેમ મલક્ષયના હેતુથી સુવર્ણાદિના બાહ્ય અને આત્યંતર મલનો ક્ષય થાય છે તેમ રાગાદિ દોષો અને જ્ઞાનાવરણીયાદિ કર્મસ્વરૂપ આવરણોની હાનિ કોઈ સ્થાને સર્વથા થાય છે, કારણ કે તેમાં તરતમતા છે - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે રાગાદિ દોષો અને કર્મસ્વરૂપ આવરણ : એ બંન્નેની હાનિ(ક્ષય-હૂાસ)માં દરેક જીવને આશ્રયીને તરતમતા (ઓછી-વધારે) દેખાય છે તેથી તે બંન્નેની હાનિ કોઈ આત્મામાં સર્વથા હોય છે. તેમાં સુવર્ણના મલને દષ્ટાંત તરીકે સમજવું. જેમ સુવર્ણમાં કોઇનામાં ઓછો; કોઇનામાં વધારે મલ હોવાથી મલની હાનિ તરતમતાવાળી જણાય છે અને તેથી તે મલની હાનિ કોઈ સ્થાને સર્વથા થાય છે તેમ જીવમાં કોઈનામાં રાગાદિ દોષો અને કર્મસ્વરૂપ આવરણ ઓછા-વધતા પ્રમાણમાં હોવાથી તેની હાનિ તરતમતાવાળી છે. તેથી કોઈ જીવમાં એ હાનિ સર્વથા થાય છે ત્યારે એ જીવમાં ધ્વસ્તદોષત્વ મનાય છે અને તે ધ્વસ્તદોષ આત્મા મહાન મનાય છે.
અહીં નૈયાયિકોની દષ્ટિએ અનુમાનનું સ્વરૂપ જણાવીને તેના નિરાકરણ માટે ઇત્યાદિ ગ્રંથ છે. એનો આશય એ છે કે; તોષાવરી,
નિષદનિપ્રતિયોજિની, તારતમ્યવનિપ્રતિયોતાત્ - આ અનુમાનમાં દોષાવરણ પક્ષ છે. નિઃશેષહાનિ-પ્રતિયોગિત્વ સાધ્ય છે અને તારતમ્યવદૂહાનિ-પ્રતિયોગિત્વ હેતુ છે. જેની હાનિ થાય છે તે હાનિના પ્રતિયોગી છે અને તેમાં (પ્રતિયોગીમાં) પ્રતિયોગિત્વ છે. ઉપર જણાવેલા અનુમાનમાં છબસ્થના દોષાવરણને પક્ષ માનીએ તો ત્યાં નિઃશેષહાનિનું પ્રતિયોગિત્ય સ્વરૂપ સાધ્ય ન હોવાથી બાધ આવે છે. શ્રી વીતરાગપરમાત્માના દોષાવરણને પક્ષ માનીએ તો ત્યાં તારતમ્યવદૂહાનિનું પ્રતિયોગિત્ય સ્વરૂપ હેતુ ન હોવાથી સ્વરૂપાસિદ્ધિ આવે છે. તેમ જ વીતરાગ પરમાત્મામાં દોષાવરણ ન હોવાથી પક્ષાપ્રસિદ્ધિ દોષ આવે છે.
ક્વચિત્ હેતુ અને સાધ્યનું અસ્તિત્વ હોવાથી ઉપર જણાવ્યા મુજબ બાધ અને અસિદ્ધિ ન આવે પરંતુ સાધ્યના આશ્રય તરીકે કોઈને પણ નિશ્ચિત કર્યા વિના સાધ્યનું આપાદન કરવાથી દિગ્નાગના મતમાં પ્રવેશ થતો નથી એમ બનતું નથી. અર્થાત્ દિગ્ગાગના મતમાં પ્રવેશ થવાથી સ્વસિદ્ધાંતની હાનિ થાય છે. ક્ષણિકવાદી(બૌદ્ધો)ને પ્રતિક્ષણ સર્વ વસ્તુની ભિન્નતા હોવાથી સંતાનની અપેક્ષાએ જ ઐક્ય પ્રસિદ્ધ છે. જ્યારે નૈયાયિકાદિને તો સર્વત્ર ક્ષણિકતા અભિપ્રેત ન હોવાથી સાધ્યાશ્રયનો નિર્ણય કરીને જ પરને માટે સાધ્યને સિદ્ધ કરવાની આવશ્યકતા છે, જે રવિ પદના ગ્રહણથી શક્ય બનતું નથી. દિગ્નાગમતમાં પ્રવેશ ન થાય એ માટે વિદ્ પદનું ગ્રહણ ન કરીએ તો ઉપર જણાવ્યા મુજબ બાધ અને અસિદ્ધિ દોષો છે જ – એ સમજી શકાય છે. “ન સરિ.... હિનામતપ્રવેશ:' - આ ગ્રંથનું તાત્પર્ય મને જે રીતે સમજાયું તે રીતે
૧૩૬
જિનમહત્ત્વ બત્રીશી
Page #140
--------------------------------------------------------------------------
________________
ઉપર મેં જણાવ્યું છે. આ ગ્રંથનું તાત્પર્ય áિરાત્રિ (રા' ભા.૧ (પ્રકાશક: દિવ્યદર્શન ટ્રસ્ટધોળકા) માં ભાવાનુવાદકારે નીચે જણાવ્યા મુજબ વર્ણવ્યું છે.
[આ દોષોનું વારણ “કવિ પદ લગાવવાથી પણ નથી થઈ શકતું. એટલે કે કોક આત્મામાં રહેલા દોષ અને આવરણને પક્ષ તરીકે લેવામાં આવે તો પણ એ દોષ દૂર થતા નથી. (એમાં પણ પૂર્વોક્ત દલીલ જ જાણવી. એટલે કે જો ક્વચિત્ તરીકે અવતરાગ જીવ લેવાનો હોય તો બાધ દોષ અને વીતરાગ જીવ લેવાનો હોય તો અસિદ્ધિ દોષ.) વળી આ આપત્તિ પણ જે દોષ-આવરણ વ્યક્તિઓથી જુદી કરીને પછી એ વ્યક્તિ અંગે આપીએ છીએ એવું નથી. માટે દિગ્ગાગના મતમાં પ્રવેશ થઈ જવાનો પણ પ્રશ્ન નથી. એટલે બાધ અને અસિદ્ધિ દોષ ઊભા જ છે.]
યદ્યપિ; આ પૂર્વે જણાવેલા બાધ અને સ્વરૂપાસિદ્ધિ વગેરે દોષોનું વારણ કરવા તોષાવરને, નિઃશેષણનિતિયોગિનાતી તારતવાનિપ્રતિનિત્વ સતિષત્રસ્વમાનવત; અથાત્ દોષ અને આવરણ, નિઃશેષહાનિના પ્રતિયોગીમાં રહેનારી જાતિવાળા છે. કારણ કે તરતમતાવાળી હાનિના એ પ્રતિયોગી છે. દા.ત. વર્તમાન સુવર્ણનો મલ. - આ પ્રમાણે અનુમાન કરવાથી બાધ વગેરે કોઈ દોષ નહિ આવે. કારણ કે કોઈ પણ દોષાવરણમાં (દોષ અને આવરણમાં) નિઃશેષહાનિના પ્રતિયોગી એવા દોષ અને આવરણની જાતીયતા (દોષત્વ અને આવરણત્વ) પ્રસિદ્ધ હોવાથી બાધ નથી આવતો. અને છબ0ના દોષાવરણમાં તારતમ્યવદ્ધાનિપ્રતિયોગિત્વ હોવાથી અસિદ્ધિદોષ પણ આવતો નથી. પરંતુ એ અનુમાનથી તો જે જાતિ સિદ્ધ થશે તે દોષ, આવરણ, સુવર્ણમલ : આ ત્રણમાં રહેનારી જાતિ તરીકે ઔપાધિકત્વજાતિની સિદ્ધિ થશે. તેથી દોષ અને આવરણ માત્રમાં રહેનારી જાતિને સિદ્ધ કરનારાને અર્થાતરદોષનો પ્રસંગ આવશે.
ઉપર જણાવેલા અનુમાનથી દોષત્વ અને આવરણત્વ જાતિની જ સિદ્ધિ થાય છે - એમ માની લઈએ તો સુવર્ણમલ સ્વરૂપ દષ્ટાંતમાં દોષતાદિ જાતિ ન હોવાથી દષ્ટાંતમાં સાધ્યવિકલતા આવે છે. આથી સમજી શકાશે કે શોષાવરને નિઃશેષણનિતિયોજિની તારતમ્યવનિરિયાત્રા ઇત્યાદિ અનુમાનમાં પક્ષવિવેચનમાં બાધાસિદ્ધિ દોષનો પ્રસંગ આવે છે, તેનું નિવારણ કરવા તથાપિ વષત્વનાવિરપત્ર..... ઇત્યાદિ ગ્રંથથી અનુમાનનું સ્વરૂપ સ્પષ્ટપણે જણાવાય છે. એનો આશય સ્પષ્ટ છે કે-તોષનાવરાવંત્ર, નિરપક્ષીયમાગવૃત્તિ, વેશતઃ ક્ષીયમાનવૃત્તિનાતિત્વાર્ સ્વસ્તિત્વવ - આ પ્રમાણે અનુમાનનું તાત્પર્ય હોવાથી કોઈ દોષ નથી. કારણ કે તારતમ્યવહાનિના પ્રતિયોગી એવા દેશથી(અંશતઃ) ક્ષય પામતા દોષ અને આવરણમાં રહેનારી દોષત્વ અને આવરણત્વ જાતિમાં; દેશથી ક્ષય પામતા દોષ અને આવરણમાં રહેનારી જાતિમાં વૃત્તિ (રહેનાર) એવું જાતિત્વ છે તેમ જ શ્રી વીતરાગપરમાત્માના નિઃશેષક્ષીયમાણ દોષ અને આવરણમાં પણ દોષત્વ અને આવરણત્વ વૃત્તિ હોવાથી તેમાં નિઃશેષક્ષીયમાણવૃત્તિત્વ સ્વરૂપ
એક પરિશીલન
૧૩૭
Page #141
--------------------------------------------------------------------------
________________
સાધ્ય પણ છે. તેથી પૂર્વે જણાવ્યા મુજબ બાધ કે અસિદ્ધિ દોષ આવતો નથી... ઇત્યાદિ ઉપયોગપૂર્વક સમજી લેવું જોઇએ. II૪-૯
શ્રી તીર્થંકરપરમાત્મા જગત્કર્તા ન હોવાથી તેમનામાં મહત્ત્વ કઈ રીતે મનાય - આ શંકાનું નિરાકરણ કરાય છે–
इत्थं जगदकर्तृत्वेऽप्यमहत्त्वं निराकृतम् ।
कार्ये कर्तृप्रयोज्यस्य विशेषस्यैव दर्शनात् ॥४-१०॥ इत्थमिति-इत्थं ध्वस्तदोषत्वेनैव महत्त्वसिद्धौ । जगदकर्तृत्वेऽपि सति । भगवतोऽमहत्त्वं निराकृतं । जगत्कर्तृत्वस्य क्वचिदप्यसिद्धेश्च । न च “क्षित्यादिकं सकर्तृकं कार्यत्वाद् घटादिवद्" इत्यनुमानात्तत्सिद्धिः, अप्रयोजकत्वात् । कार्यत्वेन कर्तृत्वेन च कार्यकारणभावस्य विपक्षबाधकस्य तर्कस्य सत्त्वाद् नाप्रयोजकत्वमिति चेन्न, कार्यत्वावच्छिन्नं प्रति कर्तृत्वेन हेतुत्वे प्रमाणाभावात् । कार्ये घटादौ कर्तृप्रयोज्यस्य कर्तृजन्यतावच्छेदकस्य विशेषस्येव क्षितिमेदिव्यावृत्तजातिविशेषस्यैव दर्शनादिदं सकर्तृकमिदं च नेति व्युत्पन्नव्यवहारेण ग्रहणाद्व्याप्यधर्मेण व्यापकधर्मान्यथासिद्धेस्तदवच्छिन्न एव कर्तृत्वेन हेतुत्वात् । पृथिवीत्वादिना साङ्कर्यान्नायं विशेष इति चेन, उपाधिसाङ्कर्यस्येव जातिसाङ्कर्यस्याप्यदूषणत्वस्य त्वदीयैरेव व्यवस्थापितत्वात्, कार्यत्वस्य कालिकसम्बन्धेन घटत्वपटत्वादिमत्त्वरूपस्य नानात्वात्, कृत्यव्यवहितोत्तरत्वस्य परम्परासम्बन्धेन कृतित्वस्यैव वा कर्तृजन्यतावच्छेदकत्वौचित्याच्च ॥४-१०॥
“દોષ અને આવરણના સર્વથા ધ્વંસને લઈને પરમાત્મામાં મહત્ત્વ સિદ્ધ થવાથી પરમાત્મા જગત્કર્તા ન હોવા છતાં તેઓશ્રીમાં મહત્ત્વના અભાવનું નિરાકરણ થાય છે. કારણ કે કાર્યમાં; વિશેષ-સ્વરૂપ જ કર્તાનું પ્રયોજ્યત્વ દેખાતું હોવાથી જગત્કર્તા જ સિદ્ધ નથી.” આ પ્રમાણે દશમાં શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ ધ્વસ્તદોષત્વના કારણે પરમાત્મામાં મહત્ત્વ સિદ્ધ હોવાથી પરમાત્મા ન મદન નવરુષ્કૃત્વા કવિ આ અનુમાનથી પરમાત્મામાં મહત્ત્વાભાવ સિદ્ધ નહિ થાય. કારણ કે જગત્કર્તુત્વ કોઈ પણ વ્યક્તિમાં સિદ્ધ નથી.
યદ્યપિ સિત્યાદિ સંસ્કૃવં કાર્ય–ા પરિવત્ આ અનુમાનથી જગત્કર્તા સિદ્ધ થાય છે. જ્યાં જ્યાં કાર્યત્વ છે (જન્યત્વ છે) ત્યાં ત્યાં સકર્તકત્વ હોય છે. ઘટાદિમાં કાર્યત્વ છે તેથી ત્યાં કુલાલાદિનું (કુંભારાદિનું) કર્તુત્વ છે. આવી જ રીતે પૃથ્વી વગેરેમાં કાર્યત્વ હોવાથી ત્યાં પણ કોઇનું પણ કર્તુત્વ હોવું જ જોઈએ. પૃથ્વી વગેરેમાં આપણા સૌનું કર્તુત્વ ન હોવાથી પૃથ્વી વગેરેનો જે કર્તા છે, તે જ જગત્કર્તા છે - એ સિદ્ધ થાય છે. પરંતુ ફિત્યાદિ(પૃથ્વી વગેરે)માં કાર્યત્વ ભલે રહ્યું (હેતુ ભલે હોય, પરંતુ સકર્તકત્વ(સાધ્ય) તેમાં માનતા નથી.” - આવી શંકા (વ્યભિચારશંકા)ને દૂર કરવા માટે કોઈ તર્ક ન હોવાથી અનુમાન પ્રયોજક નહિ બને.
૧૩૮
જિનમહત્ત્વ બત્રીશી
Page #142
--------------------------------------------------------------------------
________________
યદ્યપિ; જ્યાં કાર્યત્વ છે ત્યાં કર્તૃપ્રયોજ્યત્વ છે અને જ્યાં કપ્રયોજ્યત્વનો અભાવ છે ત્યાં કાર્યત્વનો અભાવ છે - આ નિયમથી કાર્યમાત્રની પ્રત્યે કર્તા કારણ છે - એ સ્પષ્ટ છે. ક્ષિતિ વગેરે કાર્યમાં કાર્યત્વ માનીએ અને કર્તૃપ્રયોજયત્વ(સકર્તૃકત્વ) ન માનીએ તો ઉપર જણાવ્યા મુજબ કાર્યમાત્રની પ્રત્યે કર્તા કારણ છે - આવો સામાન્યથી કાર્યકારણભાવ માની શકાશે નહિ. તેથી એ કાર્યકારણભાવના અનુરોધથી ક્ષિત્યાદિમાં સકર્તૃત્વ માનવાનું આવશ્યક છે. આ કાર્યકારણભાવ જ ઉ૫૨ જણાવેલા અનુમાનનો પ્રયોજક છે. આથી સમજી શકાશે કે જગકર્તૃત્વરૂપ સાધ્યની અપેક્ષાએ જગદકત્વસ્વરૂપ વિપક્ષનો બાધ કરનાર કાર્યસામાન્ય અને કર્તાસામાન્યનો કાર્યકારણભાવસ્વરૂપ અનુકૂળ તર્ક છે. ‘ક્ષિત્યાદિમાં કાર્યત્વ હોય અને સકર્તૃકત્વ ન હોય તો ઉપર જણાવ્યા મુજબ કાર્ય અને કર્તા સામાન્યનો કાર્યકારણભાવ નહિ થાય' – આવા પ્રકા૨નો અનુકૂળ તર્ક હોવાથી ક્ષિત્યાવિ સતૃ ાર્યત્વાર્ ઘટાવિવત્ આ અનુમાન અપ્રયોજક નથી. પરંતુ કાર્યમાત્રની પ્રત્યે કર્તા કારણ છે - એવા સામાન્યથી કાર્યકા૨ણભાવમાં જ કોઇ પ્રમાણ નથી. કારણ કે ઘટાદિ કાર્યની પ્રત્યે કુલાલ વગેરે વિશેષકર્તા જ પ્રયોજક બનેલા દેખાય છે. તેથી ઘટાદિમાં રહેલી કાર્યતાથી નિરૂપિત કારણતા કુલાલાદિ વિશેષકર્તામાં જ હોવાથી એ કારણતાનો અવચ્છેદક; કુલાલાદિ વિશેષકર્તામાં જ રહેનાર ધર્મને મનાય છે, જે ધર્મ; ક્ષિતિ મેરુ વગેરે (જેમનો કર્તા અપ્રસિદ્ધ છે) પદાર્થમાં રહેતો ન હોવાથી તેનાથી (ક્ષિતિ વગેરેથી) વ્યાવૃત્ત જાતિવિશેષરૂપ છે.
શ્લોકમાં [પ્રયોન્યસ્થ - આ પદ છે તેનો અર્થ ર્જુનન્યતાવછેવસ્ય આ પ્રમાણે ટીકામાં કર્યો છે. એનો આશય એ છે કે કર્તામાં રહેલી જનકતા(કારણતા)નિરૂપિત જન્યતા(કાર્યતા)વચ્છેદક; કર્તૃપ્રયોજ્ય(કર્તૃપ્રયોજ્યત્વ સ્વરૂપ) છે. ‘આ(ઘટાદિ) કાર્ય સકર્તૃક છે અને આ(ક્ષિત્યાદિ) કાર્ય સકર્તૃક નથી' - આ પ્રમાણેના પ્રમાણભૂત વ્યવહારથી ઘટાદિ કાર્યમાં કુલાલાદિ કર્તાના પ્રયોજ્યત્વવિશેષનું જ ગ્રહણ થતું હોવાથી, ‘કાર્યમાત્રની પ્રત્યે કર્તા કારણ છે' – એ કહી શકાય એવું નથી. તેથી ક્ષિત્યાવિ સમ્... ઇત્યાદિ અનુમાન પ્રયોજક નથી. યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ ઘટાદિ કાર્યની પ્રત્યે કુલાલાદિકતૃવિશેષપ્રયોજ્યત્વ દેખાતું હોવા છતાં વિશેષતઃ કાર્યકારણભાવની જેમ સામાન્યતઃ કાર્યકારણભાવ પણ માનવો જોઇએ. કારણ કે ‘જે બેમાં વિશેષથી કાર્યકારણભાવ હોય છે; તે બેમાં સામાન્યથી પણ કાર્યકારણભાવ હોય છે’ – એવો નિયમ છે. તેથી કાર્યમાત્રની પ્રત્યે કત્ત્તસામાન્યને કારણ માનવાથી ક્ષિત્યાવિ સમ્... ઇત્યાદિ અનુમાન અપ્રયોજક નથી. પરંતુ વ્યાપ્ય(વિશેષ)ધર્મથી જો કાર્યકારણભાવ શક્ય હોય તો વ્યાપકધર્મથી (સામાન્યધર્મથી) કાર્યકારણભાવ મનાતો નથી. વિશેષ(વ્યાપ્ય)ધર્મથી સામાન્ય(વ્યાપક)ધર્મ અન્યથાસિદ્ધ મનાય છે. અન્યથા; ઘટ અને દંડનો, ઘટત્વ અને દંડત્વ સ્વરૂપ વ્યાપ્યધર્મથી કાર્યકારણભાવ સિદ્ધ હોવાથી એની અપેક્ષાએ વ્યાપક એવા દ્રવ્યત્વાદિ સામાન્યધર્મથી
એક પરિશીલન
૧૩૯
Page #143
--------------------------------------------------------------------------
________________
પણ કાર્યકારણભાવ માનવો પડશે. આથી સમજી શકાશે કે કાર્યમાત્રની પ્રત્યે કૌંસામાન્ય કારણ છે ? એ કહી શકાય એમ નથી. તેથી ઘટાદિ કાર્યવિશેષની પ્રત્યે કુલાલાદિ કર્તાવિશેષનું જ પ્રયોજ્યત્વ હોવાથી ક્ષિતિ વગેરેમાં નહિ રહેનાર (એવા, કુલાલ વગેરેમાં રહેનાર) જાતિવિશેષસ્વરૂપે જ કુલાલાદિ કર્તાને ઘટાદિ કાર્યની પ્રત્યે કારણ મનાય છે. આ રીતે સામાન્યથી કાર્યકારણભાવ અસિદ્ધ હોવાથી સિત્યાદિ સંસ્કૃત વાર્થત્વા આ અનુમાન અપ્રયોજક છે.
જોકે ઉપર જણાવ્યા મુજબ ઘટાદિ કાર્યમાં કર્તપ્રયોજયત્વવિશેષ જાતિ પણ પ્રસિદ્ધ નથી. કારણ કે પૃથ્વીત્વ વગેરે જાતિની સાથે સાંકર્ય આવે છે. પૃથ્વીત્વને છોડીને કર્તૃપ્રયોજ્યત્વવિશેષ જાતિ સંયોગાદિમાં રહે છે અને એ વિશેષ જાતિને છોડીને પૃથ્વીત્વ ક્ષિતિ વગેરેમાં રહે છે. તેમ જ ઘટાદિમાં એ બંને જાતિઓ રહે છે. પરસ્પરના અભાવવÆાં જે જાતિઓ રહેતી હોય અને પરસ્પરનું સામાનાધિકરણ્ય જેમાં હોય તે જાતિમાં સાંકર્ય આવે છે.) આ રીતે ઘટાદિ કાર્યમાં કર્રપ્રયોજ્યત્વવિશેષ જાતિ; સાકર્ષના કારણે માની શકાશે નહિ. પરંતુ ઉપાધિ-ઘટત્યાદિ જાતિને છોડીને સામાન્ય ધર્મ)સાકર્ષ જેમ દોષાધાયક નથી તેમ જાતિસાકર્થ પણ દોષાધાયક ન હોવાથી ઉપર જણાવ્યા મુજબ ઘટાદિ કાર્યમાં (લિત્યાદિ-વ્યાવૃત્ત) કર્તૃપ્રયોજયત્વવિશેષ જાતિ માની શકાશે. આશય એ છે કે ભૂતત્વ(પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ: આ પાંચમા રહેનાર ધર્મવિશેષ)ને છોડીને વેગાશ્રયત્ન મનમાં છે. વેગાશ્રયત્વને છોડીને ભૂતત્વ આકાશમાં છે અને ભૂતત્વ અને વેગાશ્રયત્વઃ બંન્ને પૃથ્વી વગેરે ચારમાં છે. આ પ્રમાણે ભૂતત્વ અને વેગાશ્રયત્નમાં સાંકર્યું હોવા છતાં જેમ ભૂતત્વ અને વેગાશ્રયત્વઃ બંન્ને ઉપાધિ મનાય છે તેમ સાંકર્યું હોવા છતાં જાતિ માનવામાં કોઈ દોષ નથી – આ પ્રમાણે તમારા જ (નવીન નૈયાયિકોએ) લોકોએ જણાવ્યું છે.
જોકે પ્રાચીન નૈયાયિકો સાંર્યને દોષાધાયક માનતા હોવાથી ક્ષિતિ વગેરેમાં નહિ રહેનાર અને ઘટાદિ કાર્યમાં રહેનાર એવા કપ્રયોજ્યત્વવિશેષ સ્વરૂપ જાતિની સિદ્ધિ થતી નથી. તેથી તેને કાર્યતાવચ્છેદક મનાશે નહિ. ઘટાદિ કાર્યમાં રહેનાર કાર્યત્વને જ કાર્યતાવચ્છેદક માનવું જોઈએ. જેથી કાર્યસામાન્યની પ્રત્યે કાર્યત્વ અને કર્તૃત્વ સ્વરૂપે કાર્યકારણભાવ સિદ્ધ હોવાથી સિત્યાવિ સ મ્ ... આ અનુમાન અાયોજક નથી. પરંતુ યા જાઈ તવા વાર્તા (જે કાળે કાર્ય છે, તે કાળે કર્તા છે.) આવા પ્રકારના કાલિકસંબંધઘટિત કાર્યકારણભાવમાં કાલિકસંબંધથી કાર્યત્વ; ઘટત્વ, પટવાદિ અનેક ધર્મસ્વરૂપ હોવાથી કાર્યતાવચ્છેદક તરીકે કાર્યત્વને નહિ માની શકાય. જયાં જયાં ઘટાદિ કાર્ય છે; ત્યાં ત્યાં તેની અવ્યવહિત પૂર્વે કુલાલાદિની કૃતિ હોય છે. તેથી ઘટાદિકાર્યોમાં કૃત્યવ્યવહિતોત્તરત્વ છે, તેને જ ઘટાદિ કાર્યમાં રહેલી કાર્યતાનો અવચ્છેદક માનવો જોઈએ. જોકે કૃત્યવ્યવહિતોત્તરત્વ પણ જાતિ ન હોવાથી તેને ઘટાદિમાં રહેલી કાર્યતાનો અવચ્છેદક માનવાનું ઉચિત નથી. પરંતુ સ્વાશ્રય(કૃતિત્વાશ્રય કૃતિ)પ્રયોજયત્વ વગેરે પરંપરાસંબંધથી કૃતિત્વ જાતિને ઘટાદિમાં રહેલી કાર્યતાની અર્થાત્ કર્તામાં રહેલી જનકતાનિરૂપિત૧૪૦
જિનમહત્ત્વ બત્રીશી
Page #144
--------------------------------------------------------------------------
________________
જન્યતાની અવચ્છેદક માનવી જોઇએ. આથી સમજી શકાશે કે કર્તાસામાન્ય અને કાર્યસામાન્યઃ એ બેમાં કાર્યકારણભાવ સિદ્ધ ન હોવાથી સિત્યાદિ સંસ્કૃ ર્ધિત્વા પવિત્ આ અનુમાન પ્રયોજક નથી. II૪-૧ના
ઉપર જણાવ્યા મુજબ કર્તાસામાન્ય અને કાર્યસામાન્ય ઃ એ બેમાં કાર્યકારણભાવ અસિદ્ધ હોવાથી સિત્યાદિ સંસ્કૃતાર્થત્યાત્ આ અનુમાન અપ્રયોજક છે – એમ માનવાની જરૂર નથી. કારણ કે સિત્યાદિમાં કાર્યત્વ (હેતુ) હોય અને સકર્તકત્વ ન હોય તો જન્યસત્ત્વ અને કર્તાસામાન્યઃ એ બેનો કાર્યકારણભાવ સંગત નહિ થાય. - આ પ્રમાણે અનુકૂળ તક હોવાથી એ અનુમાન પ્રયોજક છે. આશય એ છે કે ઘટસામાન્યની પ્રત્યે કપાલસામાન્ય કારણ છે. ત્યાં જેમ કપાલસામાન્યમાં રહેનારી કારણતાથી નિરૂપિત, ઘટમાં રહેનારી કાર્યતા, ઘટત્વથી અવચ્છિન્ન છે અર્થાતુ એ કાર્યતાનો અવચ્છેદક ઘટત્વજાતિસ્વરૂપ ધર્મ છે તેમ દ્રવ્યમાત્રમાં રહેનારી કારણતા(સમવાયિકારણતા)થી નિરૂપિત; જન્યસતુ(દ્રવ્ય, ગુણ અને કમ)માં રહેનારી કાર્યતાનો અવચ્છેદક ધર્મ જન્યસત્ત્વ સિદ્ધ છે. એ સ્વરૂપે જન્યસત્ અને કર્તાસામાન્યને કાર્યકારણભાવ માની શકાશે. અને તેથી જ સત્ એવા પૃથ્વી વગેરેનો જે કર્તા છે તે જગકર્તા પરમાત્મા છે : એ સિદ્ધ થાય છે. શ્રી વીતરાગપરમાત્માને જગત્કર્તા માનતા ન હોવાથી તે મહાન નથી - આ પ્રમાણે કહેવામાં આવે તો, તેનું સમાધાન જણાવાય છે
कर्तृत्वेन च हेतुत्वे ज्ञातृत्वेनाऽपि तद्भवेत् । ज्ञानस्यैव च हेतुत्वे सिद्ध नः सिद्धसाधनम् ॥४-११॥
कर्तृत्वेनेति-कर्तृत्वेन च हेतुत्वे ज्ञातृत्वेनापि तद्धेतुत्वं भवेत् । तथा चानेककार्यकारणभावकल्पनम् । इत्थमप्रामाणिकमिति भावः । घटतदुपादानप्रत्यक्षयोः कार्यकारणभावः कल्प्यमानः सामान्यव्यभिचारानुपस्थितिलाघवाभ्यां सामान्यत एव सिध्यतीति व्यणुकाधुपादानप्रत्यक्षाश्रयतया जगत्कर्तृत्वं सेत्स्यतीत्यत आह-ज्ञानस्यैव च हेतुत्वेऽभ्युपगम्यमाने सिद्धे !ऽस्माकं सिद्धसाधनं, प्रवाहतस्तेषामनादित्वात् । तदिदमुच्यते-“जं जहा भगवया दिटुं तं तहा विपरिणमइत्ति” । अपि चैवमुपादानप्रत्यक्षं निराश्रयमेव सिध्यतु, गुणस्य साश्रयकत्वव्याप्तौ मानाभावात् । क्षणमात्रमेव सदापि कस्यचिद्गुणस्यानाश्रयस्यावस्थितेर्वक्तुं शक्यत्वात् ||४-११।।
“કાર્યમાત્રની પ્રત્યે કર્તુત્વરૂપે કર્તાને કારણે માનીએ તો જ્ઞાતૃત્વસ્વરૂપે જ્ઞાતાને પણ કારણ માનવાનો પ્રસંગ આવશે. કાર્યમાત્રની પ્રત્યે જ્ઞાનની કારણતાને સિદ્ધ કરવામાં આવે તો અમારે (જૈનોને) સિદ્ધસાધન આવશે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે, “વ્યાત્રિાલસિક્વન્યાવિચ્છિન્નનનનિરૂપિત્તસમવાયसम्बन्धावच्छिन्नजन्यता (द्रव्यगुणकर्मनिष्ठा); यत्किञ्चिद्धर्मावच्छिन्ना, कार्यतात्वाद् कपालत्वावच्छिन्नએક પરિશીલન
૧૪૧
Page #145
--------------------------------------------------------------------------
________________
तादात्म्यसम्बन्धावच्छित्रजनकतानिरूपितसमवायसम्बन्धावच्छिन्नघटत्वावच्छिन्नघटनिष्ठजन्यतावद्" - આ અનુમાનથી સિદ્ધ એવા જન્યસત્ત્વરૂપે કાર્યમાત્રની પ્રત્યે કર્તાને કારણે માનીએ તો જ્ઞાતાને પણ કારણ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે યા નચત્ તવાર્તા આ વ્યાતિ(નિયમ)ની જેમ ચવા નચત્ તવા જ્ઞાતા આ વ્યાતિ પણ છે. આથી આ રીતે અનેક કાર્યકારણભાવની કલ્પના કરવાનું પ્રામાણિક નથી. આ પ્રમાણે જગત્કર્તા સિદ્ધ ન હોવાથી તે સ્વરૂપે પરમાત્માને ન માનવા છતાં પરમાત્મામાં મહત્ત્વ માનવામાં કોઈ જ દોષ નથી.
ઘટાદિ કાર્યની પ્રત્યે તેના ઉપાદાન(સમાયિ)કારણનું પ્રત્યક્ષ એ કારણ છે. જેને એવું પ્રત્યક્ષ નથી તેને ઘટાદિ કાર્યની ઉત્પત્તિ કરવાનું શક્ય બનતું નથી. સામાન્યથી; આ પ્રમાણે વિશેષ રીતે વિશિષ્ટ સ્થળે કાર્યકારણભાવ નિશ્ચિત થાય છે ત્યારે જો વ્યભિચારનું જ્ઞાન ન હોય અને લાઘવજ્ઞાનનો સહકાર હોય, તો તે સામાન્યસ્વરૂપે જ નિશ્ચિત થતો હોય છે. દા.ત. ઘટની પ્રત્યે કપાલ કારણ છે, કપાલને કપાલ–સ્વરૂપે જ ઘટની પ્રત્યે કારણ મનાય છે, પૃથ્વીત્વસ્વરૂપે નહિ અને કપાલાન્યતમત્વ સ્વરૂપે પણ નહિ. કારણ કે તે તે સ્વરૂપે કારણ માનવાથી અનુક્રમે વ્યભિચાર આવે છે અને ગૌરવ થાય છે. આવી જાતનું વ્યભિચારનું જ્ઞાન ન હોય અને ગૌરવજ્ઞાન પણ ન હોય તો ઉપર જણાવ્યા મુજબ સામાન્ય સ્વરૂપે જ કાર્યકારણભાવ નિશ્ચિત થતો હોય છે. તેથી કાર્ય-જન્યસ(દ્રવ્ય-ગુણ-કર્મીમાત્રની પ્રત્યે તેના ઉપાદાન(સમવાયિ)કારણનું પ્રત્યક્ષ કારણ છે - એ સિદ્ધ થાય છે. આથી સમજી શકાશે કે વણાવિ તલુપવાન પ્રત્યક્ષનચં વાર્યત્વા - આ અનુમાનથી સિદ્ધ પરમાણુ (દયgોપાલાન) વગેરેના પ્રત્યક્ષના આશ્રય તરીકે જગતુ-કર્તા સિદ્ધ છે. તેથી વીતરો ન મહાન નહિવત્કૃત્વા - આ અનુમાનથી પરમાત્મામાં મહત્ત્વાભાવ સિદ્ધ થાય છે આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે એ રીતે ઉપાદાનપ્રત્યક્ષને જન્યસની પ્રત્યે કારણ માનવાથી અમને (જૈનોને) સિદ્ધસાધન દોષ આવે છે. કારણ કે પ્રવાહને આશ્રયીને યણુકાદિ કાર્યો અનાદિકાળથી ચાલુ જ છે. એના ઉપાદાનભૂત પરમાણ્વાદિનું પ્રત્યક્ષ અને એના આશ્રયભૂત શ્રી સર્વજ્ઞભગવંતો પણ અનાદિના છે. વ્યક્તિવિશેષને આશ્રયીને તે તે કાર્ય વગેરે અનાદિના ન હોવા છતાં પ્રવાહથી તો તે સદૈવ છે. એટલે તે તે કાર્યની પ્રત્યે તે તે સર્વજ્ઞપરમાત્માઓના જ્ઞાનને અમે કારણ માનીએ જ છીએ. તેથી નિત્ય એક એવા જગત્કર્તાની કલ્પના કરવાની આવશ્યકતા નથી. અમારે ત્યાં તે પ્રમાણે જણાવ્યું પણ છે કે જે પ્રમાણે જે ભગવાને જોયું છે, તે પ્રમાણે તે થાય છે.
આ પ્રમાણે જ્ઞાનની હેતુતા સિદ્ધ થવા છતાં તે જ્ઞાનના એકમાત્ર આશ્રય તરીકે નિત્ય જગત્કર્તાની સિદ્ધિ થઇ શકશે નહિ. યદ્યપિ આ રીતે વ્યણુકાદિ ઉપાદાનના (પરમાણુ વગેરેના) પ્રત્યક્ષ સ્વરૂપ જ્ઞાનની સિદ્ધિ થાય તો તે જ્ઞાનના આશ્રય તરીકે નિત્ય એક જગત્કર્તાને પણ માન્યા વિના ચાલે એવું નથી. કારણ કે જે જે ગુણ છે તે કોઈને કોઈ દ્રવ્યમાં આશ્રિત હોય છે – આ નિયમ
૧૪.
જિનમહત્ત્વ બત્રીશી
Page #146
--------------------------------------------------------------------------
________________
છે. પરંતુ એ નિયમમાં કોઇ પ્રમાણ નથી. આશ્રય-દ્રવ્યના નાશથી તેમાં રહેલા ગુણનો જ્યારે નાશ થાય છે ત્યારે જેમ એક ક્ષણ માટે ગુણ આશ્રય વિના રહે છે તેમ કોઇ ગુણ કાયમ માટે આશ્રય विना रहे छे - से प्रभारी उडी शाय छे... इत्याहि भूष ४ स्थिरताथी विचारपुं ॥४-११॥
“ब्रह्माण्डादिधृतिः प्रयत्नजन्या धृतित्वाद् घटादिधृतिवद्" इत्यनुमानाद्ब्रह्माण्डादिधारकप्रयत्नाश्रयतया जगत्कर्तृत्वसिद्धिः । तथा च श्रुतिः- “ एतस्य चाक्षरस्य प्रशासने गार्गी द्यावापृथिवी विधृते तिष्ठतः” इत्यत आह
બ્રહ્માંડાદિની કૃતિ (પતનપ્રતિબંધક સંયોગ) પ્રયત્નથી જન્ય છે. કારણ કે તેમાં ધૃતિત્વ રહેલું છે. જેમાં જેમાં ધૃતિત્વ છે; તેમાં તેમાં પ્રયત્નજન્યત્વ છે. ઘટાદિની કૃતિમાં જેમ કુલાલાદિના પ્રયત્નનું જન્યત્વ છે તેમ બ્રહ્માંડાદિની કૃતિમાં પણ કોઇના પણ પ્રયત્નનું જન્યત્વ છે - એ સ્પષ્ટ છે. જેનો એ પ્રયત્ન છે, તે જગત્કર્તા પરમેશ્વર છે. આ પ્રમાણે જગત્કર્તા સિદ્ધ थवाथी 'वीतरागो न महान् जगदकर्तृत्वात्' - श्री अनुमानथी श्री वीतराग परमात्मामां મહત્ત્વાભાવ સિદ્ધ થાય છે. આ પ્રમાણે નૈયાયિકોના અભિપ્રાયનું સમર્થન કરનારી શ્રુતિ પણ छे. “हे गार्गि ! खा अक्षर (अविनाशी स्व३पवाणा) परमात्माना प्रशासनमां स्वर्ग जने पृथ्वी પડી જતાં નથી, સ્થિર રહે છે.” - એ તૈયાયિકોના અભિપ્રાયનું નિરાકરણ કરાય છે–
धृत्यादेरपि धर्मादिजन्यत्वान्नात्र मानता ।
कृतित्वेनापि जन्यत्वाच्चेत्यन्यत्रैष विस्तरः || ४ - १२॥
धृत्यादेरिति- धृतिः पतनप्रतिबन्धकः संयोगः । आदिना स्थितिग्रहः । धर्मादिजन्यत्वाद् | आदिना स्वभावादिग्रह नात्र जगत्कर्तृत्वे मानता प्रमाणता । उक्तश्रुतावक्षरप्रशासनपदयोः सङ्ग्रहाभिमतैकात्मतद्धर्मपरतया नानुपपत्तिः । किं च प्रयत्नवदीश्वरसंयोगमात्रस्य धारकत्वेऽतिप्रसङ्गः, धारणानुकूलप्रयत्नवदीश्वरसंयोगस्य धारणावच्छिन्नेश्वरप्रयलस्यैव वा तत्त्वे स एव दोषः । यदि न स्वजनकवृत्तिधारणावच्छिन्नविशेष्यताया एव वा धारकतावच्छेदकसम्बन्धत्वमभ्युपगम्यते, तदभ्युपगमे च तद्ज्ञानेच्छयोरपि धारकत्वापत्तौ गौरवाद्, लाघवाद्धर्मस्यैव धारकत्वौचित्यं । तदिदमुच्यते - ' निरालम्बा निराधारा विश्वाधारा वसुन्धरा । यच्चावतिष्ठते तत्र धर्मादन्यन्न कारणम् ||१||" इति । तथा कृतित्वेनापि जन्यत्वाच्च न जगत्कर्तृत्वसिद्धिः । कृतित्वाद्यवच्छिन्ने इच्छादेर्हेतुत्वान्नित्यकृत्यादौ मानाभावाद् जन्यत्वस्य कार्यत्वावच्छेदककोटौ प्रवेशे गौरवात् फलमुखस्यापि तस्य क्वचिद्दोषत्वाद् “ नित्यविज्ञानमानन्दं ब्रह्म" इति श्रुतेर्नित्यज्ञानसिद्धावपि नित्येच्छाकृत्योरसिद्धेः । अत एव नित्यसुखस्यापीश्वरे सिद्धिप्रसङ्गाच्च तस्मादुक्तश्रुतिरपि नित्यज्ञानसुखाश्रयतया ध्वस्तदोषत्वेनैव महत्त्वमीश्वरस्य बोधयतीति स्थितम् । विस्तरोऽन्यत्र स्याद्वादकल्पलतादी, दिग्मात्रप्रदर्शनं पुनरेतदिति बोध्यम् ।।४ - १२॥
એક પરિશીલન
૧૪૩
Page #147
--------------------------------------------------------------------------
________________
બ્રહ્માંડાદિની વૃતિ વગેરે ધર્માદિથી જન્ય હોવાથી જગત્કર્તુત્વ માનવામાં કોઈ જ પ્રમાણ નથી. તેમ જ કૃતિત્વ સ્વરૂપે પણ જન્યત્વ માનવાથી જગત્કર્તુત્વની સિદ્ધિ થતી નથી... ઇત્યાદિ વિસ્તારથી અન્યત્ર જણાવ્યું છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ ધૃતિ વગેરે(બ્રહ્માંડાદની ધૃતિ વગેરે)ને પ્રયત્નજન્ય માનવાની જરૂર નથી. કારણ કે તે ધર્માદિથી જન્ય છે. તેથી જગકર્તાને માનવામાં કોઈ જ પ્રમાણ નથી. પતનપ્રતિબંધક સંયોગવિશેષને ધૃતિ કહેવાય છે. [ગુરુત્વ(ભારે)વાળી વસ્તુઓનું પતન થતું હોય છે. તેમના પતનના અભાવમાં સંયોગવિશેષ નિમિત્ત બને છે. એ સંયોગ પતનની પ્રત્યે પ્રતિબંધક છે.] શ્લોકમાં “પૃત્યાર’ અહીં જે મારિ પદ , તેનાથી “સ્થિતિનો સંગ્રહ કરી લેવો. અને “ઘ’િ અહીંના મારિ પદથી સ્વભાવાદિનો ગ્રહ કરી લેવો.
બ્રહ્માંડાદિની વૃતિ વગેરે પ્રયત્નવિશેષથી જન્ય છેઃ એ માનવામાં “પતી વાક્ષ૦...” આ શ્રુતિ જ પ્રમાણ છે – આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે એ શ્રુતિમાં અક્ષર અને પ્રશાસન આ પદો સંગ્રહનય(સામાન્યનું પ્રાધાન્ય જણાવનાર)ની અપેક્ષાએ એક આત્મા અને એક તેનો ધર્મ : એ અર્થને અનુક્રમે જણાવે છે. તેથી એ શ્રુતિનો અર્થ “હે ગાર્ગિ ! આ આત્માઓના ધર્માદિના કારણે સ્વર્ગ અને પૃથ્વી પડતાં નથી અને સ્થિર છે.” - આ મુજબ છે. એ અર્થને જણાવનારી એ શ્રુતિથી વૃતિના કારણ તરીકે જીવોના ધર્માદિ જ સિદ્ધ છે. પ્રયત્નવિશેષ કારણ તરીકે વર્ણવ્યો નથી કે જેથી તેને લઇને જગત્કર્તાને માનવાની આવશ્યકતા રહે.
યદ્યપિ ‘પતી વાક્ષરચ૦..' આ શ્રુતિને સંગ્રહનયની અપેક્ષાએ ઉપર જણાવ્યા મુજબ ક્લિષ્ટાર્થક માનવાના બદલે પૂર્વે જણાવ્યા મુજબના અર્થને જણાવનારી માનીએ તો નૈયાયિકના અભિપ્રાય મુજબ જગત્કર્તાની સિદ્ધિ થાય છે. પરંતુ એ રીતે પ્રયત્નવાળા પરમાત્માના સંયોગને બ્રહ્માંડાદિની વૃતિના ધારક (ધૃતિજનક) માનીએ તો પતનવાળા ઘટાદિની પણ ધૃતિને માનવા સ્વરૂપ અતિપ્રસંગ આવશે. કારણ કે ઈશ્વર વિભુ હોવાથી પતનપ્રતિબંધક સંયોગ જેમ બ્રહ્માંડની સાથે છે તેમ ઘટાદિની સાથે પણ છે.
યદ્યપિ કોઈ એક વસ્તુના ઉદ્દેશથી સંયોગવિશેષને લઈને એકમાં ધૃતિ થાય છે ત્યારે તે સંયોગવિશેષ; બીજી વસ્તુમાં હોવા છતાં ત્યાં ધૃતિનો ઉદ્દેશ ન હોવાથી ધૃતિ થતી નથી. તેથી ધારણાનુકૂલ પ્રયત્નવ ઇશ્વરના સંયોગને ધૃતિ પ્રત્યે કારણ માનવાથી અતિપ્રસંગ નહીં આવે. કારણ કે પતન પામતા ઘટાદિમાં ધારણાનુકૂલ પ્રયત્નવદ્ ઈશ્વરનો સંયોગ નથી તેમ જ અનુયોગી(જેમાં સંયોગ થાય છે તે)ના ભેદથી સંયોગને ભિન્ન માનીએ તો ધારણાવચ્છિન્ન ઈશ્વરપ્રયત્ન(ધારણાવચ્છિન્ન-પ્રયત્નવદીશ્વરસંયોગ)ને કારણ માનવાથી પણ ઉપર જણાવ્યા મુજબ અતિપ્રસંગ નહીં આવે. કારણ કે પતન પામતા ઘટાદિમાં ઈશ્વરનો સંયોગ હોવા છતાં તે ધારણાવચ્છિન્ન નથી. જયાં ધારણા છે; ત્યાં જ તેવા પ્રકારનો સંયોગ હોય છે. પરંતુ
૧૪૪
જિનમહત્ત્વ બત્રીશી
Page #148
--------------------------------------------------------------------------
________________
પ્રયત્નવદીશ્વરનો સંયોગ નિત્ય એક જ હોવાથી તેને ધારણાનુકૂલ કે ધારણાવચ્છિન્ન વગેરે કહીને જુદો પાડી શકાશે નહિ અને તેથી અતિપ્રસંગ દોષ સ્પષ્ટ જ છે.
એ અતિપ્રસંગદોષના નિવારણ માટે જો એમ કહેવામાં આવે કે સ્વજનકવૃત્તિધારણાવચ્છિન્નવિશેષ્યતાસંબંધથી અથવા ધારણાવચ્છિન્નવિશેષ્યતાસંબંધથી ઈશ્વરપ્રયત્નજન્ય સંયોગને બ્રહ્માંડાદિનો ધારક માનીએ તો અતિપ્રસંગનહીં આવે. કારણ કે સ્વ એટલે પ્રયત્નવદીશ્વરનો સંયોગ; તેના જનક બ્રહ્માંડાદિમાં રહેલી ધારણાવચ્છિન્નવિશેષ્યતા-સંબંધથી પ્રયત્નવદીશ્વરનો સંયોગ બ્રહ્માંદાડિમાં છે, પતન પામતાં દ્રવ્યોમાં નહિ. (ધારણાના ઉપાદાનમાં વિશેષતા-સંબંધથી તાદશ ધારકસંયોગ રહે છે, તેથી અતિપ્રસંગ નહીં આવે. આ રીતે સ્વજનકવૃત્તિધારણાવચ્છિન્નવિશેષ્યતાસંબંધથી અથવા તેની અપેક્ષાએ લઘુભૂત ધારણાવચ્છિન્નવિશેષતાસંબંધથી (ધારકતાવચ્છેદકસંબંધથી) બ્રહ્માંડાદિમાં જ તાદશ ઈશ્વરનો સંયોગ હોવાથી અતિપ્રસંગ આવતો નથી.
પરંતુ આ રીતે અતિપ્રસંગનું વારણ કરવાથી પ્રયત્નની જેમ જ્ઞાન અને ઇચ્છાને પણ ધૃતિના જનક માનવાનો પ્રસંગ આવશે. કારણ કે તે સંબંધથી પ્રયત્નની જેમ જ જ્ઞાન અને ઇચ્છા પણ ધૃતિના અધિકરણ બ્રહ્માંડાદિમાં વૃત્તિ છે. તેથી ધૃતિની પ્રત્યે પ્રયત્નની જેમ જ્ઞાન અને ઇચ્છાને પણ કારણ માનવાનો પ્રસંગ આવે છે. આ રીતે ત્રિતયમાં કારણતા માનવાથી ગૌરવ થતું હોવાથી તેની અપેક્ષાએ ધર્મને જ મૃત્યાદિના ધારક તરીકે માનવામાં ઔચિત્ય છે. તેથી જ તે પ્રમાણે કહેવાય પણ છે કે - આલંબન વગરની, આધાર વગરની અને વિશ્વની આધાર સ્વરૂપ જે પૃથ્વી ટકી રહી છે, તેમાં ધર્મ સિવાય બીજું કોઈ કારણ નથી.
પૃત્યાદિની પ્રત્યે કૃતિસ્વરૂપે કારણ માનવાથી જ્ઞાન અને ઇચ્છાને કારણ માનવાના પ્રસંગથી યદ્યપિ ગૌરવ થાય છે; પરંતુ એનાથી જગત્કર્તાની સિદ્ધિ સ્વરૂપ ફળની પ્રાપ્તિ થવાથી એ ફલમુખ ગૌરવ દોષાધાયક નથી.' - આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે કૃતિત્વસ્વરૂપે પણ જન્યતા હોવાથી એટલે કે કૃતિમાત્ર જન્ય હોવાથી નિત્યકૃતિને માનવાનું શક્ય નથી. આશય એ છે કે જો નાનાતિ કચ્છતિ અને ય ત સ કરોતિ - આ નિયમથી (જે જાણે છે તે ઇચ્છે છે અને જે ઇચ્છે છે તે કરે છે – આ નિયમથી) ઇચ્છાની પ્રત્યે જ્ઞાન કારણ છે અને કૃતિની પ્રત્યે ઈચ્છા કારણ છે - એ સ્પષ્ટ છે. તેથી કૃતિમાત્ર જન્ય છે, એ માન્યા વિના ચાલે એવું નથી. યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ નિયમથી જન્ય એવી કૃતિની પ્રત્યે જ ઈચ્છાદિને કારણે માની લેવાય છે. નિત્યકૃતિની પ્રત્યે તેની કારણતા ન હોવાથી નિત્યકૃતિને માનવામાં કોઈ દોષ નથી. પરંતુ તેમ કરવાથી જન્યકૃતિની પ્રત્યે ઇચ્છાદિને કારણ માનતી વખતે કાર્યતાવચ્છેદક તરીકે કૃતિત્વના બદલે; ગુરુભૂત જ કૃતિત્વને માનવું પડશે. તેથી નિત્યકૃતિને માનવાનું ઉચિત નથી અને તેથી નિત્યકૃતિના આશ્રય તરીકે જગત્કર્તા પણ અસિદ્ધ છે.
એક પરિશીલન
૧૪૫
Page #149
--------------------------------------------------------------------------
________________
યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ નિત્યકૃતિને માન્યા પછી જ જન્યકતિત્વને કૃતિનિષ્ઠકાર્યતાનો અવચ્છેદક માનવાનું ગૌરવ થાય છે, તેથી તે ફલમુખ ગૌરવ દોષાધાયક નથી. પરંતુ ફલમુખ ગૌરવ પણ ક્વચિત્ દોષાધાયક મનાય છે. (રહેવા માટે મોટું ઘર લેવાથી પાછળનો ખર્ચ વગેરે ભારે પડે તો વ્યવહારમાં પણ મોટું ઘર લેવાનું દોષાધાયક મનાય છે.) યદ્યપિ ફલમુખ ગૌરવ ક્વચિત જ દોષાધાયક ન હોવાથી કોઈ સ્થાને દોષાધાયક પણ મનાય છે. તેથી નિત્યકૃતિ અસિદ્ધ છે.
નિત્યવિજ્ઞાન માનન્દ્ર રહ્ય' આ શ્રુતિથી નિત્યજ્ઞાન સિદ્ધ થાય તોપણ નિત્ય ઈચ્છા અને નિત્યકૃતિની સિદ્ધિ નહીં થાય. નિત્યવિજ્ઞાનને ઉપલક્ષણ માની નિત્યકૃતિ વગેરેને પણ એ શ્રુતિથી સિદ્ધ કરવામાં આવે તો નિત્યકૃતિ વગેરેની જેમ ઈશ્વરમાં નિત્ય સુખને પણ માનવાનો પ્રસંગ આવશે. તેથી નિત્યવિજ્ઞાનઆ શ્રુતિ પણ; જેમના સમસ્ત દોષો ધ્વંસ પામ્યા છે એવા પરમાત્મામાં કે જેઓશ્રી નિત્યજ્ઞાન-સુખના આશ્રય છે, તેઓશ્રીમાં સમસ્તદોષના ધ્વસને કારણે જ મહત્ત્વ જણાવે છે. આ બધી વાત વિસ્તારથી “સ્યાદ્વાદ-કલ્પલતા' વગેરેમાં જણાવી છે. અહીં તો દિશાસૂચન માત્ર છે. જિજ્ઞાસુઓએ તે તે ગ્રંથોનું અધ્યયન કરી લેવું જોઈએ. ૪-૧૨ા.
પરમાત્માએ પરિમિત દાન આપ્યું છે; તેથી તે મહાન નથી – આ પ્રમાણે પરમાત્મામાં મહત્ત્વાભાવને માનનારા બૌદ્ધોનું નિરાકરણ કરાય છે
अन्ये त्वाहु महत्त्वं हि सङ्ख्यावदानतोऽस्य न ।
शास्त्रे नो गीयते होतदसङ्ख्यं त्रिजगद्गुरोः ॥४-१३॥ अन्ये त्विति-अन्ये तु बौद्धास्त्वाहुः-अस्य जिनस्य हि सङ्ख्यावद्दानतो न महत्त्वं । श्रूयते हि जिनदानस्य सङ्ख्यावत्त्वं “तिन्नेव य कोडिसया अट्ठासीअं च हुंति कोडिओ । असियं च सयसहस्सा एवं संवच्छरे दिन्नं ।।१।।” इत्यादिना । न अस्माकं शास्त्रे चैतद्दानमसङ्ख्यं त्रिजगद्गुरोर्बोधिसत्त्वस्य गीयते । तदुक्तं-“एते हाटकराशयः प्रवितताः शैलप्रतिस्पर्द्धिनो रलानां निचयाः स्फुरन्ति किरणैराक्रम्य भानोः प्रभाः । हाराः पीवरमौक्तिकौघरचितास्तारावलीभासुरा यानादाय निजानिव स्वगृहतः स्वैरं जनो गच्छति /9ો ત્યાદિ ૪-રૂા
“અન્ય-બૌદ્ધો કહે છે કે પરમાત્માએ આપેલું દાન સંખ્યાવતુ-પરિમિત હોવાથી તેઓશ્રીમાં મહત્ત્વ નથી. અમારા શાસ્ત્રમાં ત્રણ જગતના ગુરુએ જે દાન આપ્યું છે તે અસંખ્યઅપરિમિત વર્ણવ્યું છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે શ્રી જિનેશ્વરદેવોએ દીક્ષા ગ્રહણ કરતાં પૂર્વે એક વર્ષ દરમિયાન જે દાન આપ્યું છે તેનું પ્રમાણ વર્ણવતાં ફરમાવ્યું છે કે ૩૮૮ કરોડ અને ૮૦ લાખ (૩૮૮,૮૦,૦૦,૦૦૦) સુવર્ણમુદ્રા પ્રમાણ દાન એક વર્ષમાં આપ્યું હતું. જ્યારે આની સામે અમારા (બૌદ્ધોના) શાસ્ત્રમાં; ત્રણ જગતના ગુરુ-બોધિસત્વે (ગૌતમબુદ્ધ) જે દાન આપ્યું છે તેનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે, “પર્વતોની
૧૪૬
જિનમહત્ત્વ બત્રીશી
Page #150
--------------------------------------------------------------------------
________________
સ્પર્ધા કરનારા(તેથી પણ ઊંચા) આ બજારમાં વેચાતી વસ્તુઓના આ ઢગલાઓ છે. રત્નોના ઢગલાઓની પ્રભા સૂર્યની પ્રજાને ઓળંગી જાય છે. પુષ્ટ-મોટા મોતીઓના સમુદાયથી રચેલા હારો તારાઓની પ્રભા જેવા દેદીપ્યમાન છે. જેને, આ બધી વસ્તુઓ પોતાની જ છે - એમ સમજીને ઇચ્છા પ્રમાણે ગ્રહણ કરી લોકો જાય છે...” ઇત્યાદિ વર્ણનના આધારે ગૌતમબુદ્ધના દાનની અપેક્ષાએ શ્રી વિતરાગપરમાત્માનું દાન ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોવાથી શ્રી વીતરાગપરમાત્મા મહાન નથી. ૪-૧all
असङ्ख्यदानदातृत्वेन हि बोधिसत्त्वस्य बहुविभूतिमत्त्वकार्पण्याभावादिना परेण महत्त्वं व्यवस्थाप्यते, सङ्ख्यावद्दानदातृत्वेन च जिनस्य तद्विपर्ययान्न महत्त्वमिति, तच्चायुक्तं, सङ्ख्यावत्त्वस्यान्यप्रयुक्तत्वादित्याशयेन समाधत्ते
અસંખ્ય-અપરિમિત દાન આપવાના કારણે જણાતી શ્રીમંતાઈ અને કૃપણતાની અવિદ્યમાનતા (અભાવ) વગેરેના કારણે બૌદ્ધો બુદ્ધના મહત્ત્વને સિદ્ધ કરે છે અને સંખ્યાવત્ (પરિમિત) દાન આપવાના કારણે જણાતી ગરીબાઈ તેમ જ કૃપતા વગેરેના કારણે શ્રી જિનેશ્વરદેવમાં મહત્ત્વાભાવ સિદ્ધ કરે છે, પરંતુ તે અયુક્ત છે. સંખ્યા દાન કૃપણતાદિના કારણે નથી, પણ બીજા કારણે છે – એ આશયથી તેરમા શ્લોકમાં જણાવેલી વાતનું સમાધાન કરાય છે
अत्रोच्यते न सङ्ख्यावदानमर्थाद्यभावतः ।
સૂત્રે વરિયા: શ્રતે વિં ત્વટ્ઝમાવતઃ ૪-૧૪ अत्रोच्यत इति-अत्र भगवद्दानस्य सङ्ख्यावत्त्वे । उच्यते । न सङ्ख्यावद्दानमर्थाद्यभावतः । आदिना उदारत्वग्रहः । अत्रैव किं मानमित्यत आह-सूत्रे आवश्यकनियुक्त्यादिरूपे । वरवरिकाया वृणुत वरं वृणुत वरमित्युद्घोषणारूपायाः श्रुतेः । तस्याश्चार्थाद्यभावविरोधात् । किं तु अर्थ्यभावतोऽन्याशयाचकाभावात् । तदिदमुक्तं-“महादानं हि सङ्ख्यावदर्थ्यभावाज्जगद्गुरोः । सिद्धं वरवरिकातस्तस्याः सूत्रे विधानतः ।।१।।” રૂતિ I૪-૧૪
શ્રી વીતરાગપરમાત્માના સંખ્યાવ૬ દાનના વિષયમાં કહેવાય છે - ધન વગેરેના અભાવના કારણે તે સંખ્યાવ(પરિમિત) દાન ન હતું, કારણ કે “વર માગો, વર માગો આ પ્રમાણેની ઉદ્દઘોષણાપૂર્વક એ દાન અપાયું હતું - એમ સૂત્રમાં જણાવ્યું છે; પરંતુ દાનના અર્થીઓના અભાવના કારણે સંખ્યાવપરિમિત દાન થયું હતું.” – આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય સ્પષ્ટ છે કે વરં વૃધુત વરં વૃધુર આવી ઉદ્ઘોષણાપૂર્વક શ્રી તીર્થંકરપરમાત્માઓ દાન આપે છે – આ પ્રમાણે આવશ્યકનિયુક્તિ વગેરેમાં જણાવ્યું છે. જો પરિમિત જ દાન આપવાનું હોય તો તેવી ઉદ્ઘોષણા કરાવી ન હોત - તે સમજી શકાય છે. તેથી માનવું જ રહ્યું કે પરિમિત દાન અર્થ અને ઉદારતાના અભાવના કારણે ન હતું. કારણ કે અર્થ અને એક પરિશીલન
૧૪૭
Page #151
--------------------------------------------------------------------------
________________
ઉદારતા ન હોય તો ઉદ્ઘોષણાનો સંભવ જ ન હોય. પરંવૃભુત વરં વૃભુત.. ઇત્યાદિ ઉદ્ઘોષણાને અને અથદિના અભાવને સ્પષ્ટ વિરોધ છે. શ્રી તીર્થંકરપરમાત્માએ જે પરિમિત દાન આપ્યું હતું; તેનું કારણ એ છે કે બીજા લોકોને જેવા યાચકો મળ્યા હતા, એવા યાચકોનો અભાવ હતો. વાચકોનો જ જયાં અભાવ હોય ત્યાં દાન આપવાનું કઈ રીતે શક્ય બને?
મહાદાનસ્થાપના-અષ્ટકમાં એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે – “વાં વૃણુત વરં વૃyત' આ પ્રમાણે વરવરિકાના સૂત્રવિધાનને લઈને જગદ્ગુરુ શ્રી તીર્થંકર પરમાત્માએ ઉદ્દઘોષણાપૂર્વક આપેલું મહાદાન સંખ્યાવ૬; અર્થીઓના અભાવના કારણે સિદ્ધ થાય છે. અષ્ટકપ્રકરણમાં જણાવેલી આ વાતથી પણ સ્પષ્ટ થાય છે કે શ્રી તીર્થંકર પરમાત્માએ આપેલું મહાદાન પરિમિત થયું તેમાં અર્થજનોનો અભાવ જ કારણ હતો. પરંતુ કૃપણતા વગેરે કારણ ન હતા. ll૪-૧૪
બીજા (બુદ્ધ વગેરે)ને અર્થજનો મળ્યા અને શ્રી તીર્થંકરપરમાત્માને એ ન મળ્યા - એમાં કયું કારણ છે – એ શંકાનું સમાધાન કરાય છે–
स च स्वाम्यनुभावेन सन्तोषसुखयोगतः ।
धर्मेऽप्युग्रोद्यमात्तत्त्वदृष्ट्येत्येतदनाविलम् ॥४-१५॥ स चेति-स चार्थ्यभावश्च । स्वाम्यनुभावेन भगवतः सिद्धयोगफलभाजः प्रभावेण सोपक्रमनिरुपक्रमधनादानवाञ्छाजनककर्मणा । सन्तोषसुखस्यानिच्छामितेच्छालक्षणस्य योगतः सम्भवात् । तथा स्वाम्यनुभावेनैव प्राणिनां धर्मेऽपि कुशलानुष्ठानरूपे । उग्रोद्यमादतिशयितप्रयत्नात् । तत्त्वदृष्ट्या संसारासारतापरिज्ञानेन । इत्येतत् सङ्ख्यावद्दानम् । अनाविलं निर्दोषं । तदिदमुक्तं-“महानुभावताप्येषा तदावेन यदर्थिनः । विशिष्टसुखयुक्तत्वात् सन्ति प्रायेण देहिनः ॥१॥ धर्मोद्यताश्च तद्योगात्ते तदा तत्त्वदर्शिनः । महन्महत्त्वमस्यैवमयमेव जगद्गुरुरिति ।।२।।” यत्तु सन्तोषजनकत्वे मितमपि दानं न स्यादिति केनचिदुच्यते, तत्तूक्तसन्तोषव्यवस्थाऽपरिज्ञानविजृम्भितं । तदिदमाहाष्टकवृत्तिकृद्-“ननु यदि तीर्थङ्करानुभावादशेषदेहिनां सन्तोषभावादीभावः स्यात्तदा सङ्ख्याकरणमप्ययुक्तम्, अल्पस्यापि दानस्यासम्भवाद्, इत्यत्रोच्यते-देवताशेषाया इव संवत्सरमात्रेण प्रभूतप्राणिग्राह्यत्वाद्युक्तमेव सङ्ख्यावत्त्वमिति” ||४-१५॥
“શ્રી તીર્થંકરપરમાત્માના પ્રભાવથી સંતોષસુખનો સંભવ હોવાથી અને સંસારની અસારતાનું પરિજ્ઞાન થવાના કારણે ધર્મમાં પણ ઉત્કટ પ્રયત્ન થવાથી એ અર્થી જનોનો અભાવ હતો. તેથી આ પરિમિત દાન નિર્દોષ-ઉચિત છે.” -આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે, ભગવાન શ્રી તીર્થંકરપરમાત્મા સિદ્ધયોગી હોય છે. તેઓશ્રીની યોગસિદ્ધિના પ્રભાવથી વાચકોને ધન ગ્રહણ કરવાની ઇચ્છાને ઉત્પન્ન કરનાર કર્મ સોપક્રમ(અનિકાચિત) કે નિરુપક્રમ (નિકાચિત) હોય તો અનુક્રમે ધન ગ્રહણ કરવાની ઇચ્છાનો જ અભાવ થાય છે કે થોડું
૧૪૮
જિનમહત્ત્વ બત્રીશી
Page #152
--------------------------------------------------------------------------
________________
જ ધન ગ્રહણ કરવાની ઇચ્છા થાય છે. એવો ઇચ્છાનો અભાવ અને અલ્પધન ગ્રહણ કરવાની ઇચ્છા ઃ એ બે સ્વરૂપ અહીં સંતોષસુખ છે. એ સંતોષસુખને લઇને અર્થીજનોનો સ્વામીને અભાવ પ્રાપ્ત થયો હતો. તેમ જ સ્વામીના પ્રભાવથી જ જીવોને કુશલાનુષ્ઠાનમાં સંસારની અસારતાનું પરિજ્ઞાન થવાના કારણે ઉત્કટ પ્રયત્ન થયો. તેથી તેવા જનો પણ દાન લેવા માટે ગયા નહિ. આથી સમજી શકાશે કે અર્થી જનોના અભાવના કા૨ણે શ્રી તીર્થંકર૫રમાત્માએ આપેલું મહાદાન પરિમિત થયું. એ દાન કૃણતાદિદોષથી રહિત હોવાથી નિર્દોષ છે.
અષ્ટકપ્રકરણમાં (મહાદાનસ્થાપનાષ્ટકમાં) આ અંગે ઉપર જણાવ્યા મુજબ જણાવ્યું છે કે - “પ્રભુની મહાનુભાવતા પણ આ જ છે કે જે અર્થીજનો પ્રભુના પ્રભાવથી પ્રાયઃ વિશિષ્ટ સંતોષસુખથી યુક્ત આત્માઓ થતા, તેના યોગે તત્ત્વદર્શી એવા તે ધર્મ કરવામાં તત્પર બનતા. મહાન પુરુષોનું મહત્ત્વ પણ શ્રી તીર્થંકર૫૨માત્માને જ છે અને તેથી જ તેઓશ્રી જગદ્ગુરુ છે.” આ વિષયમાં એવી જે શંકા કરાય છે કે ‘શ્રી તીર્થંકર૫રમાત્માના પ્રભાવથી બધા જીવોને સંતોષ થયો હોય તો પરિમિત પણ દાન કેમ થાય ?' - તે શંકા તો ઉપર જણાવ્યા મુજબની સંતોષવ્યવસ્થાને નહિ સમજવાના કા૨ણે થયેલી છે. એ વસ્તુને સ્પષ્ટ કરતાં શ્રી અષ્ટકપ્રકરણની વૃત્તિ(ટીકા)ના રચયિતા પરમર્ષિએ જણાવ્યું છે કે - જો શ્રી તીર્થંકર૫રમાત્માના અનુભાવથી બધા જીવોને સંતોષ થવાથી અર્થી જનોનો અભાવ થાય તો (૩૮૮,૮૦,૦૦,000 આટલી) દાનની સંખ્યા જણાવવાનું યુક્ત નથી. કારણ કે અલ્પ પણ દાનનો સંભવ નથી. આ શંકાના સમાધાનમાં કહેવાય છે – દેવતાશેષ(પ્રસાદી)ની જેમ એક વર્ષમાં ઘણા લાકોએ દાન લીધું હોવાથી મહાદાનને પરિમિતરૂપે વર્ણવ્યું છે, તે યુક્ત જ છે. II૪-૧૫।।
દાન આપવાના કારણે જ અકૃતાર્થ હોવાથી પરમાત્મા મહાન નથી જણાવવાપૂર્વક તેનું નિરાકરણ કરાય છે
दानादेवाकृतार्थत्वान्महत्त्वं नेति मन्दधीः । तस्योत्तरमिदं पुण्यमित्थमेव विपच्यते ॥४-१६ ॥
-
આ આક્ષેપને
दानादिति - दानादेव हेतोः । अकृतार्थत्वात् फलविशेषप्रत्याशावश्यकत्वेनासिद्धप्रयोजनत्वाद् महत्त्वं नार्हत इति मन्दधीः कश्चिदाह । तस्येदमुत्तरं - यदुत पुण्यं तीर्थंकरत्वनिबन्धनम् । इत्थमेव दानादिप्रक्रमेणैव । विपच्यते स्वविपाकं प्रदर्शयति । तथा च स्वकल्पादेव भगवतो दानं न तु फलप्रत्याशयेति नाकृतार्थत्वमिति ध्वन्यते । तदिदमाह - " उच्यते कल्प एवास्य तीर्थकृन्नामकर्मणः । उदयात् सर्वसत्त्वानां हित एव प्रवर्तते ॥१॥” इति । चत्वारो हि भङ्गाः पुण्यपापयोः सम्भवन्ति पुण्यानुबन्धि पुण्यमित्येकः । पापानुबन्धि पुण्यमिति द्वितीयः । पापानुबन्धि पापमिति तृतीयः । पुण्यानुबन्धि पापमिति चतुर्थः । तत्राद्यं मनुष्यादेः पूर्वभवप्रचितं मानुषत्वादिशुभभावानुभवहेतु अनन्तरं देवादिगतिपरम्पराकारणम् । अनन्तरं એક પરિશીલન
૧૪૯
Page #153
--------------------------------------------------------------------------
________________
नारकादिभवपरम्पराकारणं चैतद्वितीयं । यच्च तिर्यगादेः प्राग्जन्मोपात्तं तिर्यक्त्वाद्यशुभभावानुभवननिमित्तमनन्तरं च नरकादिहेतु तत्तृतीयं । तदनन्तरं देवादिगतिपरम्परानिमित्तं चैतच्चतुर्थमिति । यदाह-गेहाद्गेहान्तरं कश्चिच्छोभनादधिकं नरः । याति यद्वत्सुधर्मेण तद्वदेव भवाद्भवम् ।।१।। गेहाद्गेहान्तरं कश्चिच्छोभनादितरन्नरः । याति यद्वदसद्धर्मात्तद्वदेव भवाद्भवम् ।।२।। गेहाद्गेहान्तरं कश्चिदशुभादधिकं नरः । याति यद्वन्महापापात्तद्वदेव भवाद्भवम् ।।३।। गेहाद्गेहान्तरं कश्चिदशुभादितरन्नरः । याति यद्वत्सुधर्मेण तद्वदेव भवाद्भवम् ।।४।” अत्र चाद्यभङ्गवर्तिभगवत्पुण्यमनुभूतावशिष्टमप्युचितक्रियाप्रगुणमेवेति न दानादતાર્થત્વતિ ભાવનીયમ્ I૪-૧દ્દા
દાન આપવાના કારણે જ શ્રી અરિહંતપરમાત્મા અકૃતાર્થ છે અને તેથી તેમનામાં મહત્ત્વ નથી... આ પ્રમાણે જે કોઈ મંદબુદ્ધિવાળો કહે છે; તેને આ ઉત્તર છે કે શ્રી તીર્થંકરપરમાત્માનું પુણ્ય (તીર્થકર નામકર્મ) એ રીતે જ વિપાક બતાવે છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે દાન આપવાનું કાર્ય કરવાથી એ ચોક્કસ છે કે દાન આપવાનું જે ફળવિશેષ છે, એને પ્રાપ્ત કરવાની ઇચ્છા અવશ્ય હતી. તેથી ભગવાનનું પ્રયોજન સિદ્ધ ન હોવાથી ભગવાન અકૃતાર્થ હતા. અકૃતાર્થ મહાન ન હોય. મહાપુરુષો કૃતાર્થ-કૃતકૃત્ય હોય છે – આવી માન્યતાને ધરનારાને ઉત્તર આપતાં ગ્રંથકારશ્રીએ જણાવ્યું છે કે શ્રી તીર્થંકરપદની પ્રાપ્તિનું કારણભૂત શ્રી તીર્થંકર નામકર્મ આ રીતે દાન આપવાથી જ પોતાના વિપાકને પ્રદર્શિત કરે છે. આ રીતે દાન આપ્યા વિના શ્રી તીર્થકર થવાતું નથી. શ્રી તીર્થંકરનામકર્મને લઇને તેઓશ્રી આ રીતે વાર્ષિક દાન આપે છે. પોતાના કલ્પથી(આચારથી) જ એ દાનની પ્રવૃત્તિ હોવાથી ત્યાં કોઈ પણ જાતના ફળ પ્રત્યે આશા નથી. તેથી ભગવાન શ્રી તીર્થંકરપરમાત્મા અકૃતાર્થ નથી – એ સૂચિત થાય છે. આ વાત શ્રી અષ્ટકપ્રકરણમાં જણાવતી વખતે ફરમાવ્યું છે કે
ઉપર જણાવ્યા મુજબની શંકાનું સમાધાન જણાવાય છે – શ્રી તીર્થંકરનામકર્મના ઉદયથી સર્વ પ્રાણીઓના હિતમાં જ પરમાત્મા પ્રવર્તે છે. એ મુજબ વાર્ષિક દાન આપવાનો એક કલ્પ છે. પુણ્ય અને પાપના સામાન્યથી ચાર ભાંગા છે. ૧. પુણ્યાનુબંધી પુણ્ય, ૨. પાપાનુબંધી પુણ્ય, ૩. પાપાનુબંધી પાપ, ૪. પુણ્યાનુબંધી પાપ. એમાં પુણ્યાનુબંધી પુણ્ય મનુષ્યાદિને હોય છે. પૂર્વભવમાં ઉપાર્જેલું એ; મનુષ્યત્વાદિના શુભભાવનું કારણ હોવાથી પુણ્ય છે અને અનંતરભવમાં તે દેવાદિગતિની પ્રાપ્તિમાં કારણ હોવાથી પુણ્યાનુબંધી છે. આ પ્રથમ ભંગ (પુણ્યાનુબંધી પુણ્ય) છે. એ પુણ્ય અનંતર ભવમાં નરકાદિ ગતિની પરંપરાનું કારણ બને તો તે પાપાનુબંધી પુણ્ય (દ્વિતીય ભંગ) છે. તિર્યંચો વગેરેનું પૂર્વભવમાં ઉપાર્જેલું એ કર્મ તિર્યંચગતિનું કારણ હોવાથી પાપ-સ્વરૂપ છે. અને અનંતરભવમાં નરકાદિ ગતિની પ્રાપ્તિમાં કારણ હોવાથી પાપાનુબંધી છે. આ તૃતીય ભંગ (પાપાનુબંધી પા૫) છે. એ પાપ જો અનંતરભવમાં દેવાદિગતિની પરંપરાનું કારણ બને તો તે પુણ્યાનુબંધી પાપ સ્વરૂપ ચતુર્થ ભંગ
જિનમહત્ત્વ બત્રીશી
૧૫૦
Page #154
--------------------------------------------------------------------------
________________
છે. આ ચારે ય ભંગોને દષ્ટાંતથી સમજાવતાં (અષ્ટકપ્રકરણમાં) જણાવ્યું છે કે જેમ કોઈ એક માણસ સારા ઘરથી તેના કરતાં અધિક સારા ઘરમાં જાય છે તેમ પુણ્યાનુબંધી પુણ્ય સ્વરૂપ સર્મથી ભવથી ભવાંતરમાં જાય છે. જેમ કોઈ એક માણસ સારા ઘરમાંથી ખરાબ ઘરમાં જાય છે, તેમ પાપાનુબંધી પુણ્ય સ્વરૂપ અસધર્મના કારણે ભાવથી ભવાંતરમાં (દુર્ગતિમાં) જાય છે. કોઈ એક માણસ જેમ અશુભ ઘરથી વધારે અશુભ ઘરમાં જાય છે તેમ મહાપાપથી જીવ એકભવથી બીજા ભવમાં જાય છે. જેમ કોઈ એક માણસ અશુભ ઘરથી શુભ ઘરમાં જાય છે તેમ સુધર્મના કારણે જીવ અશુભ ગતિથી શુભગતિમાં જાય છે – એ પુણ્યાનુબંધી પાપ સ્વરૂપ ચતુર્થ ભંગ છે. આ ચાર ભંગમાંથી પ્રથમ ભંગમાંનું શ્રી તીર્થંકર પરમાત્માનું પુણ્યાનુબંધી પુણ્ય કેટલુંક ભોગવાયેલું હોય છે. જે બાકી છે તે ઉચિત ક્રિયા કરાવનારું હોવાથી તે તે દાનાદિ ક્રિયાને અનુકૂળ હોય છે. તેથી સમજી શકાશે કે દાન આપવાના કારણે શ્રી તીર્થંકરપરમાત્મામાં અકૃતાર્થત્વ નથી... ઇત્યાદિ સારી રીતે વિચારવું જોઈએ. II૪-૧૬ll
एतदेव गुणान्तरानुगुणविपाकशालितया स्पष्टयति
આ પૂર્વે શ્રી તીર્થંકરપરમાત્માનું પ્રથમભંગવર્નો પુણ્યાનુબંધી પુણ્ય ઉચિત ક્રિયાને અનુકૂળ છે – એ પ્રમાણે જણાવ્યું છે. એ પુણ્ય એવું જ હોય છે એ વાતને જ; ગુણાંતરને અનુકૂળ એવા વિપાકવાળું એ કર્મ હોય છે – એ વર્ણવવા દ્વારા સ્પષ્ટ કરાય છે
गर्भादारभ्य सत्पुण्याद् भवेत् तस्योचिता क्रिया ।
तत्राप्यभिग्रहो न्याय्यः श्रूयते स्वामिनस्ततः ॥४-१७॥ गर्भादिति-गर्भादारभ्य सत्पुण्यानुबन्धिपुण्याद् भवेत् । तस्य तीर्थकृतः । उचिता क्रिया । “तीर्थकृत्त्वं सदौचित्यप्रवृत्त्या मोक्षसाधक मिति वचनादुचितप्रवृत्तिद्वारा तीर्थकृत्त्वस्य मोक्षसाधकत्वात् । ततस्तस्मात् । तत्रापि गर्भेऽपि । स्वामिनः श्रीवर्धमानस्य । अभिग्रहः प्रतिज्ञाविशेषः “जीवतो गृहवासेऽस्मिन् यावन्मे पितराविमौ । तावदेवाधिवत्स्यामि गृहानहमपीष्टतः ॥१॥इत्येवमुक्तस्वरूपः । न्याय्यो न्यायादनपेतः સૂયતે II૪-૧૭ના
શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે ગર્ભથી માંડીને તીર્થંકરનામકર્મસ્વરૂપ સત્પષ્યથી શ્રી તીર્થંકર પરમાત્માને ઉચિત ક્રિયા જ થાય છે. “તીર્થંકરપણું સદા ઉચિત પ્રવૃત્તિથી મોક્ષ સાધક બને છે' - આ પ્રમાણેના વચનથી; ઉચિત પ્રવૃત્તિ દ્વારા તીર્થકર નામકર્મનો ઉદય મોક્ષસાધક બને છે. તેથી ગર્ભાવસ્થામાં પણ શ્રી વર્ધમાનસ્વામીએ; “આ ગૃહવાસમાં જ્યાં સુધી માતાપિતા જીવે છે ત્યાં સુધી જ હું પણ સ્વેચ્છાથી ગૃહસ્થાવસ્થામાં (ઘરમાં) રહીશ.' - આ પ્રમાણે જે અભિગ્રહ (પ્રતિજ્ઞાવિશેષ) ગ્રહણ કર્યો, તે યોગ્ય હતો - એમ શાસ્ત્રમાં વર્ણવાય છે. II૪-૧ણા
એક પરિશીલન
૧૫૧
Page #155
--------------------------------------------------------------------------
________________
ચારિત્રના વિરોધી એવા એ અભિગ્રહને ન્યાયસંગત કઇ રીતે મનાય ? આ પ્રશ્નનું સમાધાન કરાય છે—
न्याय्यता चेष्टसंसिद्धेः पित्रुद्वेगनिरासतः । प्रारम्भमङ्गलं ह्येतद् गुरुशुश्रूषणं हि तत् ॥४-१८।
न्याय्येति-न्याय्यता चोक्ताभिग्रहस्य । पित्रोर्दुःप्रतिकारयोरुद्वेगस्य वियोगनिमित्तकशोकरूपस्य निरासतोऽन्येषामप्येवंविधस्थितिप्रदर्शनाद् । इष्टस्य मोक्षस्य संसिद्धेः । उचितप्रवृत्तिर्हि तदुपायोऽनुचितप्रवृत्तिश्च तद्विघ्न इति । तदिदमुक्तं - " पित्रुद्वेगनिरासाय महतां स्थितिसिद्धये । इष्टकार्यसमृद्ध्यर्थमेवंभूतो जिनागमे ॥9॥ ननु भगवतो नियतकालीनचारित्रमोहनीयकर्मविपाकोदयेनैव गृहावस्थानमिति नाभिग्रहन्याय्यतेति चेन्न, सोपक्रमस्य तस्य पित्रुद्वेगनिरासाद्यवलम्बनकाभिग्रहग्रहणमन्तरा विरतिपरिणामविनाश्यत्वात् । तथापि प्रव्रज्याविरोधिगृहावस्थानकारिणोऽस्य कथं न्याय्यत्वमिति चेन्न, आनुपूर्व्येण न्याय्यप्रव्रज्यासम्पादकत्वेनैव तस्य न्याय्यत्वात् कालान्तरे बहुफलस्य कार्यस्य क्वचित्काले निषेधेऽपि न्याय्यत्वव्यवहारस्य सार्वजनीनत्वात् । तदिदमुक्तं - " इमौ शुश्रूषमाणस्य गृहानावसतो गुरू । प्रव्रज्या - प्यानुपूर्व्येण न्याय्यान्ते मे भविष्यति ॥ १ ॥ सर्वपापनिवृत्तिर्यत् सर्वथैषा सतां मता । गुरुद्वेगकृतोऽत्यन्तं नेयं न्याय्योपपद्यते ।।२।।” इति । तथा यद्गुवर्मातापित्रोः शुश्रूषणं परिचरणं । तद्धि प्रारम्भमङ्गलमादिमङ्गलं प्रव्रज्यालक्षणशुभकार्यस्येति । नैतद्विना प्रव्रज्यासिद्धिरित्यस्मादेव तस्या न्याय्यत्वं । तदिदमाह“प्रारम्भमङ्गलं ह्यस्या गुरुशुश्रूषणं परम् । एतौ धर्मप्रवृत्तानां नृणां पूजास्पदं महत् ॥9॥” इति
||૪-૧૮||
“આ અભિગ્રહથી માતાપિતાના ઉદ્વેગનો નિરાસ(પરિહાર) થવાથી ઇષ્ટસિદ્ધિને લઇને આ અભિગ્રહની ન્યાય્યતા(ન્યાયસંગતતા) છે. આ માતાપિતાની સેવા સ્વરૂપ હોવાથી પ્રારંભિક મંગલ છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે દુષ્પ્રતિકાર્ય એવાં માતા-પિતાને વિયોગના નિમિત્તે જે શોક થવાનો હતો તેનો પરિહાર અભિગ્રહના કારણે થાય છે. તેમ જ એ અભિગ્રહથી એવી મર્યાદાનું બીજાઓને પણ જ્ઞાન કરાવવામાં આવે છે. તેથી ઇષ્ટ-મોક્ષની સિદ્ધિ થવાથી એ અભિગ્રહ યોગ્ય છે. ઉચિત પ્રવૃત્તિ જ મોક્ષનો ઉપાય છે. અનુચિત પ્રવૃત્તિ મોક્ષની પ્રાપ્તિમાં વિઘ્નરૂપ છે. આ વાત અષ્ટકપ્રકરણમાં પણ કહી છે. માતાપિતાના ઉદ્વેગના નિવારણ માટે, બીજાને મહાન પુરુષોની મર્યાદાનું જ્ઞાન કરાવવા માટે અને ઇષ્ટ કાર્યની સિદ્ધિ માટે આ પ્રમાણે(ઉપર જણાવ્યા પ્રમાણે)નો અભિગ્રહ શ્રી વર્ધમાનસ્વામીએ કર્યો હતો - એમ આગમમાં જણાવાયું છે.
“શ્રી વર્ધમાનસ્વામી; પોતાનું ચોક્કસ કાળે પૂર્ણ થવાવાળું જે ચારિત્રમોહનીય કર્મ હતું; તેના વિપાકોદયના કારણે જ ગૃહસ્થાવસ્થામાં રહ્યા હતા. અભિગ્રહના કારણે રહ્યા ન હતા,
જિનમહત્ત્વ બત્રીશી
૧૫૨
Page #156
--------------------------------------------------------------------------
________________
તેથી અભિગ્રહ યોગ્ય ન હતો.” – આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે પ્રયત્નવિશેષથી ખપાવી શકાય એવું એ ચારિત્રમોહનીયકર્મ; માતાપિતાના ઉગના પરિહાર માટે લીધેલા અભિગ્રહ વિના વિરતિના પરિણામથી ખપી શકે (ક્ષીણ થાય) એવું હતું છતાં અભિગ્રહ લીધો તેથી તે યોગ્ય હતો. જોકે એ અભિગ્રહ પ્રવજ્યાનો વિરોધી હોવાથી યોગ્ય તો ન કહેવાય પરંતુ ક્રમે કરી અભિગ્રહની પૂર્ણતા પછી ન્યાયસંગત એવી પ્રવજ્યાને પ્રાપ્ત કરાવનારો એ અભિગ્રહ હોવાથી તે ન્યાયસંગત છે. કાલાંતરે ચિકાર ફળને આપનાર કાર્યનો થોડા કાળ માટે નિષેધ કરવા છતાં તે ન્યાયયુક્ત છે.” - આવો વ્યવહાર સર્વજનપ્રસિદ્ધ છે. આથી જ અષ્ટકપ્રકરણમાં જણાવ્યું છે કે ઘરમાં રહેતા અને માતા-પિતાની સેવાને કરતા એવા મને ક્રમે કરી ન્યાયસંગત પ્રવ્રયા છેલ્લે પ્રાપ્ત થશે. કારણ કે આ પ્રવ્રયાને સર્વથા સર્વપાપથી નિવૃત્તિ સ્વરૂપે સત્પરુષોએ માની છે; માતાપિતાને ઉગ કરનારને ન્યાયસંગત એ પ્રવ્રયા થતી નથી.
તદુપરાંત આ જે માતાપિતાની પરિચર્યા છે તે પ્રવજ્યા સ્વરૂપ શુભકાર્યના પ્રારંભે પ્રથમ મંગલ છે. આ મંગલ વિના પ્રવ્રજયાની સિદ્ધિ થતી નથી. આથી જ શુશ્રુષા ન્યાયસંગત છે. આ પ્રમાણે અષ્ટક પ્રકરણમાં પણ કહ્યું છે કે માતા-પિતા સ્વરૂપ ગુરુની શુશ્રુષા પ્રવ્રજયાનું પરમ કોટિનું પ્રથમ મંગલ છે. ધર્મ(પ્રવ્રજ્યાસ્વરૂપ ધમ)માં પ્રવૃત્ત થયેલા પુરુષો માટે આ માતા-પિતા મોટું પૂજાસ્થાન છે. II૪-૧૮
ननु पित्रुकेंगे परिणामस्तावन्नास्त्येव मुमुक्षोरनिष्टनिमित्ततापरिहारस्तु सर्वत्र दुःशक इत्यत आह
મુમુક્ષુ આત્માને પ્રવજ્યા લેતી વખતે માતા-પિતાને ઉગ કરાવવાનો પરિણામ હોતો જ નથી. આમ છતાં માતા-પિતાના અનિષ્ટમાં (ઉગમાં) નિમિત્ત ન બનવાનું કઈ રીતે શક્ય બને? કારણ કે સર્વત્ર અનિષ્ટના નિમિત્ત બનવાનો પરિહાર કરવાનું શક્ય નથી. તેથી અભિગ્રહની પ્રવૃત્તિના કારણે પ્રવ્રજયાનો વિલંબ કરવો ઉચિત નથી – આ શંકાનું સમાધાન કરાય છે–
तत्खेदरक्षणोपायाप्रवृत्तौ न कृतज्ञता ।
त्यागोऽप्यबोधे न त्यागो यथा ग्लानौषधार्थिनः ॥४-१९॥ तदिति-तयोः पित्रोः खेदस्य यद्रक्षणं तदुपायेऽप्रवृत्तौ न कृतज्ञता । सा हि तत्प्रतिपत्तिसाध्यैव । यदाह-“स कृतज्ञः पुमाल्लोके स धर्मगुरुपूजकः । स शुद्धधर्मभाक् चैव य एतौ प्रतिपद्यते ।।१।।" इति । तथा च सर्वश्रेयोमूलभूतस्य स्वेष्टस्य कृतज्ञतागुणस्य प्रतिपक्षः पितृखेदः सर्वथैव वर्जनीय इति भावः । यदाह-“अप्पडिबुज्झमाणे कहिंचि पडिबोहिज्जा अम्मापियरो” प्रव्रज्याभिमुखीकुर्वीतेत्यर्थः । “अप्पडिबुज्झमाणेसु य कम्मपरिणइए विहेज्जा जहासत्ति तदुवगरणं तओ अणुणाए पडिवज्जेज्जा धम्म” । अथ नानुजानीतस्तदा “अणुवहे चेव उवहिजुत्ते सिया” अल्पायुरहमित्यादिकां मायां कुर्यादित्यर्थः । एवमुपायप्रवृत्तावपि तयोरबोधे । त्यागोऽपि मुमुक्षोस्तत्त्वतो न त्यागः । यथा ग्लानयोरध्वनि ग्लानीभूतयोः
એક પરિશીલન
૧૫૩
Page #157
--------------------------------------------------------------------------
________________
पित्रोरौषधार्थिनस्तदुपकारकौषधानयनार्थं कथञ्चित्तौ विमुच्यापि गच्छतः पुत्रस्य प्रव्रज्यायास्तयोः स्वस्यान्येषां चोपकारहेतुत्वात् । तदिदमाह - " सव्वहा अपडिबुज्झमाणे चएज्जा अद्धाणगिलाण ओसहत्थ વાળાણાં” ||૪-૧૨||
“માતા-પિતાદિના ખેદની રક્ષા(પરિહાર)ના ઉપાયમાં પ્રવૃત્તિ કરવામાં ન આવે તો કૃતજ્ઞતા નથી. માતા-પિતાદિ પ્રતિબોધ ન પામે તો તેમનો ત્યાગ કરવો એ, ગ્લાનના ઔષધ માટેના ત્યાગની જેમ ત્યાગ નથી.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આપણી પ્રવૃત્તિના કારણે માતા-પિતાદિને ખેદ થાય છે ઃ એ જાણ્યા પછી તેને દૂર કરવા માટેના ઉપાયમાં પ્રવૃત્તિ ન કરવી – એ કૃતજ્ઞતા નથી. તેઓ પ્રત્યેની કૃતજ્ઞતા તેઓની શુશ્રૂષાથી જ સાધ્ય છે. આ પ્રમાણે અન્યત્ર પણ કહ્યું છે કે, ‘તે લોકમાં કૃતજ્ઞ છે; તે ધર્મગુરુનો પૂજક છે અને તે જ શુદ્ધ ધર્મને પ્રાપ્ત કરે છે, જે માતા અને પિતાની સેવા કરે છે.’ ભાવાર્થ એ છે કે સર્વકલ્યાણના મૂળભૂત પોતાના ઇષ્ટ એવા કૃતજ્ઞતાગુણનો વિરોધી, માતા-પિતાનો ખેદ છે. તે સર્વથા વર્જનીય છે. અભિગ્રહવિશેષ માતાના અને પિતાના ખેદને દૂર કરવાથી કૃતજ્ઞતાગુણનો સાધક બને છે, તેથી તે ન્યાયસંગત છે. શ્રી પંચસૂત્રમાં પણ કહ્યું છે કે, પ્રતિબોધ ન પામે તો; ગમે તે રીતે માતાપિતાને પ્રતિબોધ પમાડવા અર્થાત્ પ્રવ્રજ્યા ગ્રહણ કરવા તત્પર બનાવવા. કર્મની તેવા પ્રકારની પરિણતિના કારણે પ્રતિબોધ ન પામે તો તેમના માટેના જીવનનિર્વાહનો પ્રબંધ કરી, એટલે કે શક્તિ મુજબ પૈસા વગેરેનો પ્રબંધ કરી માતા-પિતાદિની અનુમતિથી પ્રવ્રજ્યા – ધર્મનો સ્વીકાર કરવો.
-
જો કોઇ પણ રીતે તેઓ અનુમતિ ન જ આપે તો; ‘મારું આયુષ્ય અલ્પ છે...’ વગેરે પ્રકારે માયા કરવી.આ રીતે ઉપાયો કરવા છતાં તેઓ સમજે નહિ તો મુમુક્ષુએ તેમનો ત્યાગ કરીને પ્રવ્રજ્યાનો સ્વીકાર કરવો. આ રીતે કરેલા તેમના ત્યાગને ત્યાગ મનાતો નથી. માતાપિતાની સાથે કોઇ વાર માર્ગમાં જતા રસ્તામાં માંદા થઇ ગયેલાં માતા-પિતાને; તેમના ઔષધને લાવવા માટે છોડીને જનારા પુત્રે માતા-પિતાનો ત્યાગ કરેલો જેમ ગણાતો નથી તેમ અહીં પણ પ્રવ્રજ્યા; પોતાના, માતા-પિતાના અને બીજાના માટે ઉપકારનું કારણ હોવાથી માતા-પિતાદિનો ત્યાગ કરેલો હોવા છતાં ત્યાગ ગણાતો નથી. આથી જ કહ્યું છે કે કોઇ પણ રીતે માતા-પિતા પ્રતિબોધ પામે નહિ તો માર્ગમાં ગ્લાન થયેલા તેમના ઔષધ માટેના ત્યાગના ઉદાહરણથી માતાપિતાદિનો ત્યાગ કરે... ઇત્યાદિ પંચસૂત્રના અધ્યયનથી જાણી લેવું જોઇએ. II૪-૧૯ા શ્રીતીર્થંકરપરમાત્મામાં પ્રકારાંતરથી મહત્ત્વાભાવને જણાવનારની માન્યતાને જણાવાય છે—
૧૫૪
अपरस्त्वाह राज्यादि महाधिकरणं ददत् । शिल्पादि दर्शयश्चार्हन्महत्त्वं कथमृच्छति ॥४-२०॥
જિનમહત્ત્વ બત્રીશી
Page #158
--------------------------------------------------------------------------
________________
अपरस्त्विति–अपरस्तु वादी आह-राज्यादि महाधिकरणं महापापकारणं ददत् स्वपुत्रादिभ्यः । शिल्पादि दर्शयंश्च लोकानाम् । अर्हन् कथं महत्त्वमृच्छति ।।४-२०।।
બીજા કહે છે કે, રાજય વગેરે મહાધિકરણને આપનાર અને શિલ્પ વગેરેને બતાવનારા શ્રી અરિહંત પરમાત્મા મહત્ત્વને કઈ રીતે પ્રાપ્ત કરે છે?” - આ પ્રમાણે વશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે કોઈ એક વાદી કહે છે કે, મહાપાપના કારણ(મહાધિકરણ)ભૂત એવા રાજ્ય વગેરેને પોતાના પુત્ર વગેરેને શ્રી તીર્થંકરપરમાત્માએ આપ્યું હતું. તેમ જ લોકોને શિલ્પકર્મ અને કલા વગેરે તેઓશ્રીએ બતાવી હતી, તો આવા પાપમાર્ગે પ્રવર્તાવનાર શ્રી અરિહંત પરમાત્માને મહાન કઈ રીતે મનાય? અર્થાત્ આથી શ્રી અરિહંત પરમાત્મા મહાન નથી એ સિદ્ધ થાય છે. #l૪-૨વા
ઉપર જણાવેલી શંકાનું સમાધાન કરાય છે. અર્થાત્ એ રીતે પરમાત્મામાં મહત્ત્વાભાવને સિદ્ધ કરનારાના મતનું નિરાકરણ કરાય છે
तन्नेत्थमेव प्रकृताधिकदोषनिवारणात् ।
शक्ती सत्यामुपेक्षाया अयुक्तत्वान्महात्मनाम् ॥४-२१॥ तदिति-यदुक्तमपरेण वादिना तन्न । इत्थमेव राज्यप्रदानादिप्रकारेणैव । प्रकृताद् राज्यप्रदानादिदोषादधिको राज्याप्रदानादिकृतमिथःकलहातिरेकप्रसङ्गादिरूपो यो दोषस्तस्य निवारणात् । शक्तौ परेषामधिकदोषनिवारणविषयायां सत्याम् । उपेक्षाया माध्यस्थ्यरूपाया अयुक्तत्वात् । महात्मनां परार्थमात्रप्रवृत्तशुद्धाशयानां । तदिदमाह-“अप्रदाने हि राज्यस्य नायकाभावतो जनाः । मिथो वै कालदोषेण मर्यादाभेदकारिणः ।।१।। विनश्यत्यधिकं यस्मादिह लोके परत्र च । शक्तौ सत्यामुपेक्षा च युज्यते न महात्मनः ॥२॥ तस्मात्तदुपकाराय तत्पदानं गुणावहम् । परार्थदीक्षितस्यास्य विशेषेण जगद्गुरोः ॥३॥ एवं विवाहधर्मादौ तथा शिल्पनिरूपणे । न दोषो झुत्तमं पुण्यमित्थमेव विपच्यते ॥४।। किं चेहाधिकदोषेभ्यः सत्त्वानां रक्षणं तु यद् । उपकारस्तदेवैषां प्रवृत्त्यङ्गं तथाऽस्य च ॥५॥" ।।४-२१।।
શ્લોકાર્ધ સુગમ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે રાજયાદિ આપવા વગેરેના કારણે પરમાત્મા મહાન નથી - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે રાજયપ્રદાનાદિના કારણે જ; રાજયપ્રદાનાદિ દોષ કરતાં; રાજ્યપ્રદાનાદિ ન કરવાના કારણે ઝઘડા વગેરેના પ્રસંગાદિ સ્વરૂપ જે દોષ અધિક થવાનો હતો તેનું નિવારણ થાય છે. પરસ્પરના કલહ વગેરેના પ્રસંગનું નિવારણ રાજ્યપ્રદાનાદિના કારણે થાય છે. અન્યથા એ શક્ય બનત નહિ. બીજાના અધિક દોષોને નિવારણ કરવાની શક્તિ હોવા છતાં અધિક દોષોને દૂર કરવામાં ઉપેક્ષા-માધ્યચ્ય સેવવામાં આવે તો તે મહાત્માઓ માટે ઉચિત નથી. કારણ કે મહાત્માઓનો એકમાત્ર શુદ્ધ આશય;
એક પરિશીલન
૧૫૫
Page #159
--------------------------------------------------------------------------
________________
પરાર્થમાત્રમાં પ્રવૃત્ત હોય છે. બીજાના અધિક દોષની જો ઉપેક્ષા કરાય તો મહાત્માઓનો શુદ્ધ આશય જળવાશે નહિ.
આ વાતને જણાવતાં અષ્ટકપ્રકરણમાં કહ્યું છે કે - જો રાજ્યપ્રદાનાદિ કરવામાં ન આવે તો નેતાના અભાવે લોકો કાળના દોષથી પરસ્પર મર્યાદાનો ભંગ કરનારા બની આ લોકમાં અને પરલોકમાં અધિક દોષને પ્રાપ્ત કરી વિનાશ પામશે. એવા દોષોને દૂર કરવાની શક્તિ હોવા છતાં તે વિષયમાં ઉપેક્ષા સેવવી – એ મહાત્માઓ માટે અયુક્ત છે. તેથી તેવા જીવોના ઉપકાર માટે રાજ્યાદિનું પ્રદાન ગુણને કરનારું છે. એમાં પણ બીજાના ઉપકાર માટે પ્રવ્રયાને ગ્રહણ કરનાર જગદ્ગુરુ શ્રી તીર્થંકર પરમાત્માએ જે રાજયાદિનું પ્રદાન કર્યું છે, તે વિશેષે કરી ગુણને કરનારું છે. આવી જ રીતે ગૃહસ્થોચિત વિવાદાદિ આચાર અને શિલ્પના નિરૂપણમાં દોષ નથી. કારણ કે આમ કરવાથી જ શ્રી તીર્થંકર નામકર્મ વિપાકોચિત બને છે. તેમ જ અધિક દોષોથી આ પ્રાણીઓની જે રક્ષા થઈ એ સ્વરૂપ ઉપકાર જ આ તીર્થંકરપરમાત્માની પ્રવૃત્તિ(રાજયપ્રદાનાદિ)નું અંગ હતું. અર્થાત્ એ ઉપકાર માટે જ શ્રી તીર્થંકરપરમાત્માએ રાજ્યપ્રદાનાદિની પ્રવૃત્તિ કરી હતી. તેથી તેમાં કોઈ દોષ નથી. આથી સમજી શકાશે કે રાજ્યપ્રદાનાદિના કારણે શ્રી તીર્થંકરપરમાત્મામાં મહત્ત્વ જ સિદ્ધ થાય છે, મહત્ત્વાભાવ સિદ્ધ થતો નથી. II૪-૨૧|
શક્તિ હોય તો અધિક દોષનું નિવારણ કરવા વર્તમાનમાં થતો અલ્પદોષ દોષ નથી - એ દષ્ટાંતથી જણાવાય છે–
नागादे रक्षणायेव गर्ताद्याकर्षणेऽत्र न ।
दोषोऽन्यथोपदेशेऽपि स स्यात्परनयोद्भवात् ॥४-२२॥ नागादेरिति-नागादेः सकाशाद् । रक्षणाय रक्षणार्थं । जनन्याः स्वपुत्रस्य गर्तादेराकर्षणे हनुजानुप्रभृत्यङ्गघर्षणकारिकर्मणीव । अत्र भगवतो राज्यप्रदानादौ न दोषः । अन्यथा असम्भविवारणदोषनिमित्तकस्यापि बहुगुणकर्मणो दुष्टत्वे उपदेशेऽपि भगवतो धर्मव्याख्यानेऽपि । स दोषः स्यात् । परेषां बौद्धादीनां नयानां मिथ्यात्वमूलभूतानां दर्शनानामुद्रवात् तत एवोपपत्तेः (उत्पत्तेः) । “जावइया णयवाया तावइया चेव परसमया” इति वचनात् । तदिदमाह-नागादे रक्षणं यद्वद्गर्ताद्याकर्षणेन तु । कुर्वन्नदोषवांस्तद्वदन्यथासम्भवादयम् ।१। इत्थं चैतदिहैष्टव्यमन्यथा देशनाप्यलम् । कुधर्मादिनिमित्तत्वाद्दोषायैव સંખ્યતે રિ’ |૪-૨૨
“નાગ વગેરેથી રક્ષણ માટે ખાડામાંથી ખેંચી લેવામાં જેમ કોઈ દોષ નથી તેમ અહીં રાજયપ્રદાનાદિ કે શિલ્પાદિદર્શનમાં પણ કોઈ દોષ નથી. અન્યથા શ્રી વીતરાગપરમાત્માના પરમતારક ઉપદેશમાં પણ દોષ છે – એમ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે ઉપદેશમાંથી
૧૫૬
જિનમહત્ત્વ બત્રીશી
Page #160
--------------------------------------------------------------------------
________________
પરનયોનો ઉદ્દભવ થાય છે.” - આ પ્રમાણે બાવીશમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે ખાડામાં રહેલા પુત્રને સાપ વગેરેથી બચાવવા માટે પોતાના પુત્રને ખાડામાંથી ખેંચતી વખતે પુત્રની હડપચી, ઘુંટણ વગેરે છોલાતાં હોવા છતાં માતા જેમ દોષિત મનાતી નથી તેમ કલહાદિ અધિક દોષથી બચાવવા માટે રાજ્યપ્રદાનાદિ કરવાથી શ્રી તીર્થંકર પરમાત્માને પણ કોઈ દોષ નથી.
અન્યથા જેને દોષમાં નિમિત્ત બનતા અટકાવી શકાય એમ નથી, એવા ઘણા ગુણને કરનાર કર્મ(ક્રિયા)-કાર્યને દુષ્ટ માનવામાં આવે તો શ્રી તીર્થંકરભગવાન જે ધર્મોપદેશ (વ્યાખ્યાન) કરે છે તેમાં પણ તે દોષનો પ્રસંગ આવશે. કારણ કે બૌદ્ધાદિ પરદર્શનીઓના મિથ્યાત્વમૂલક તે તે નયોની ઉત્પત્તિ એ ઉપદેશમાંથી જ થયેલી છે - આ વાત જેટલા નયવાદો છે એટલા પરસમયો (સિદ્ધાંત) છે' - આ વચનથી સિદ્ધ છે.
અષ્ટકપ્રકરણમાં પણ એ વાત જણાવતાં ફરમાવ્યું છે કે – નાગાદિથી રક્ષણ કરવા માટે ખાડામાંથી સ્વપુત્રાદિને ખેંચીને પુત્રાદિનું નાગાદિથી રક્ષણ કરનાર જેમ દોષવાન મનાતો નથી તેમ અલ્પ પણ દોષ ન થાય અને ઉપકારક બને એવો બીજો ઉપાય નહિ હોવાથી રાજયપ્રદાનાદિ દોષથી રહિત છે. આ રીતે અહીં ભગવાને જે રાજ્યપ્રદાનાદિ કાર્ય કર્યું છે તે નિર્દોષ જ માનવું પડશે. અન્યથા ભગવાનની પરમતારક દેશના પણ કુધર્માદિમાં નિમિત્ત બનતી હોવાથી તેને પણ દુષ્ટ માનવી પડશે. આથી સ્પષ્ટ છે કે અલ્પ દોષને કરનારા એવા મોટા ઉપકારના કારણભૂત રાજ્યપ્રદાનાદિને કરનાર શ્રી અરિહંતપરમાત્મા દોષપાત્ર નથી. II૪-૨રા
પ્રકારાંતરે પરમાત્મામાં મહત્ત્વાભાવને સિદ્ધ કરનારાની માન્યતાને જણાવીને તેનું નિરાકરણ કરાય છે–
कश्चित्तु कुशलं चित्तं मुख्यं नास्येति नो महान् ।
तदयुक्तं यतो मुख्यं नेदं सामायिकादपि ॥४-२३॥ कश्चित्त्विति-कश्चित्तु मायापुत्रीयो मुख्यं सर्वोत्तमं । कुशलं चित्तं । नास्य भवदभिमतस्य भगवत इति नो महानयमित्याह । तदयुक्तं । यतो नेदं परपरिकल्पितं कुशलं चित्तं समतृणमणिलेष्टुकाञ्चनानां सर्वसावद्ययोगनिवृत्तिलक्षणात्सामायिकादपि मुख्यम् । असद्भतार्थविषयत्वात् ॥४-२३॥
શ્લોકાર્ધ સુગમ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ બૌદ્ધ એમ કહે છે કે શ્રી તીર્થંકર પરમાત્માનું ચિત્ત સર્વોત્તમ ન હોવાથી તેઓશ્રી મહાન નથી. પરંતુ આ પ્રમાણેનું માયાપુત્રીનું કથન યુક્ત નથી. કારણ કે તૃણ અને મણિ તેમ જ લેણું (માટીનું ઢેફુ) અને કાંચનમાં જેમની બુદ્ધિ સમાન છે એવા મહાત્માઓના, સર્વસાવદ્યયોગથી નિવૃત્તિ પામવા સ્વરૂપ સામાયિકના પરિણામથી; બીજા લોકોએ કલ્પેલું એ કુશલ ચિત્ત શ્રેષ્ઠ નથી.એ કુશલ ચિત્ત
એક પરિશીલન
૧૫૭
Page #161
--------------------------------------------------------------------------
________________
અસદૂભૂત અર્થના વિષયવાળું હોવાથી ખરી રીતે એ સંભવતું જ નથી. તેથી તે અસંભવિત ચિત્તનો અભાવ હોવાથી પરમાત્મા મહાન નથી – એ કથન અયુક્ત છે. //૪-૨૩
તથાદિબીજાએ માનેલું કુશલ ચિત્ત અસંભવિત છે – એ જણાવાય છે–
स्वधर्मादन्यमुक्त्याशा तदधर्मसहिष्णुता ।
यद्वयं कुशले चित्ते तदसम्भवि तत्त्वतः ॥४-२४॥ स्वधर्मादिति-स्वधर्मादन्येषां जगत्प्राणिनां मुक्त्याशा मुक्तिवाञ्छा । तेषामन्येषां येऽधर्मा दुर्गतिहेतवस्तेषां सहिष्णुता स्वस्मिंस्तत्फलापत्त्या परदुःखपरजिहीर्षालक्षणा । यदेतद्वयं कुशले चित्ते विषयीभवति । तत्तत्त्वतोऽसम्भवि बुद्धानां निर्वृतिप्रतिपादनात् । गङ्गावालुकासमा बुद्धा निर्वृता इति परेषामागमव्यवस्थितेः स्वान्यधर्माधर्मयोः परेषु स्वस्मिंश्चोपसङ्क्रमे तदयोगात् । यदि चैवमसद्भूतार्थविषयं कुशलचित्तं प्रामाणिकं स्यात्तदा-"मय्येव निपतत्वेतज्जगदुश्चरितं यथा । मत्सुचरितयोगाच्च मुक्तिः स्यात्सर्वदेहिनाम् ।।१।।” इतिवद् “अज्ञानानां यदज्ञानमास्तां मय्येव तत्सदा । मदीयज्ञानयोगाच्च चैतन्यं તેષુ સર્વલા Iકા” ત્યપ પરેજી પનીર્થ યાત્ II૪-૨૪
પોતાના ધર્મથી અન્ય જીવોની મુક્તિની આશા (ઇચ્છા) અને તે જીવોના અધર્મને સહન કરી લેવાની ભાવના : એ બંન્ને (પરંપરિકલ્પિત) કુશલ ચિત્તના વિષય મનાય છે. પરંતુ તે વાસ્તવિક રીતે સંભવિત નથી.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે માયાપુત્રીય કુશલચિત્તની કલ્પના એ રીતે કરી છે કે – “પોતાના ધર્મના કારણે જગતના બધા જ પ્રાણીઓ મુક્ત થાય અને દુર્ગતિના કારણભૂત જે અધર્મ તેમણે આચર્યો છે તેનું ફળ મને મળે - આ રીતે તેમનાં દુઃખો દૂર કરવાની અને તેમને મુક્ત બનાવવાની જે ઇચ્છા છે, તે બે ઇચ્છાથી યુક્ત ચિત્ત કુશલચિત્ત છે.
પરંતુ એ કુશલચિત્ત વાસ્તવિક રીતે સંભવિત નથી. કારણ કે તેમના જ ગ્રંથોમાં બુદ્ધોની (તત્ત્વજ્ઞાતાઓની) મુક્તિ જણાવી છે. ગંગાનદીની રેતીના કણો પ્રમાણ બુદ્ધો નિર્વાણ પામ્યા છે – આવી વ્યવસ્થા તેમના આગમમાં જણાવી છે. સ્વધર્મનો અન્ય જીવોમાં અને અન્ય જીવોના અધર્મનો સ્વમાં ઉપસક્રમ થતો હોત તો બધાની જ મુક્તિ થતી હોવાથી બુદ્ધોની જ મુક્તિ વર્ણવવાનું સંગત નહીં થાય, બધાની જ મુક્તિ વર્ણવવી પડત. આમ છતાં માત્ર ભાવનાના કારણે (વાસ્તવિક રીતે નહિ) જ અસભૂત અર્થના વિષયવાળું ચિત્ત (કુશલચિત્ત) પ્રામાણિક માનવું હોય તો; “આ જગતનું દુશરિત્ર (અધમ, મારામાં જ પડે (સંક્રમિત થાય) અને તેવી જ રીતે મારા સચ્ચારિત્ર(ધમ)ના યોગે બધા પ્રાણીઓની મુક્તિ થાય” - આની જેમ નીચે જણાવ્યા મુજબ પણ બોલવું પડશે. “અજ્ઞાનીઓનું જે અજ્ઞાન છે તે સદાને માટે મારામાં સંક્રમિત ૧૫૮
જિનમહત્વ બત્રીશી
Page #162
--------------------------------------------------------------------------
________________
થાય અને મારા જ્ઞાનના યોગે તેમનામાં કાયમ માટે ચૈતન્યનો સંચાર થાય.” જો આ પ્રમાણે માનવાનું સંભવિત નથી તો ઉપર જણાવ્યા મુજબ કુશલચિત્ત પણ સંભવતું નથી – એ સમજી શકાશે. I૪-૨૧
આવી જાતનું કુશલચિત્ત ન હોય તો જ શ્રીવીતરાગ પરમાત્મામાં મહત્ત્વ છે. અન્યથા શ્રી વીતરાગપરમાત્માની વીતરાગતા અસિદ્ધ થશે - એ જણાવાય છે–
अतो मोहानुगं होतन्निर्मोहानामसुन्दरम् ।
बोध्यादिप्रार्थनाकल्पं सरागत्वे तु साध्वपि ॥४-२५॥ अत इति–अत उक्तकुशलचित्तस्य तत्त्वतोऽसम्भव्यर्थविषयत्वाद् । एतद्धि मोहानुगं मोहनीयकर्मोदयानुगतं । मोहोदयाभावे हि समस्तविकल्पोत्कलिकावर्जितमेव चित्तं स्यादिति । निर्मोहानां वीतरागाणाम् । असुन्दरम् । तथा च कुशलचित्तस्य न मुख्यत्वं निर्मोहत्वविरोधादित्यर्थः । सरागत्वे तु प्रशस्तरागदशायां तु । एतद्बोध्यादिप्रार्थनाकल्पम् । आदिनारोग्योत्तमसमाधिग्रहः । साध्वपि प्रशस्तमपि । असम्भविविषयकयोरपि वाङ्मनसोः प्रशस्तभावोत्कर्षकत्वेन चतुर्भङ्गान्तः-पातित्वसम्भवात् । तदुक्तम्“बोध्यादिप्रार्थनाकल्पं सरागत्वे तु साध्वपि” । ननु चतुर्थभङ्गस्थवाङ्मनसोर्भगवत्यपि सम्भवात् कथं न कुशलचित्तयोग इति चेन, वैकल्पिकभक्तिभावप्रयुक्तस्य चतुर्थभङ्गस्य प्रार्थनारूपस्य भगवत्यनुपपत्तेविचित्रवर्गणासदावेनैव तत्र तदुपवर्णनादिति बोध्यम् ॥४-२५॥
“અસંભવિત વિષયવાળું એ કુશલચિત્ત હોવાથી મોહનીયકર્મના ઉદયથી અનુગત છે. શ્રી વીતરાગપરમાત્માઓ માટે તે સારું નથી. બોધિ, આરોગ્ય વગેરેની પ્રાર્થના જેવું એ ચિત્ત સરાગ અવસ્થામાં સારું પણ મનાય છે.” – આ પ્રમાણે પચીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વાસ્તવિક રીતે ઉપર જણાવેલું કુશલચિત્ત અસંભવિત અર્થના વિષયવાળું હોવાથી મોહનીયકર્મના ઉદયને અનુસરનારું છે. મોહનીયકર્મના અભાવમાં તો સમસ્ત વિકલ્પના અંશથી પણ રહિત ચિત્ત હોય છે. શ્રી વીતરાગપરમાત્મા મોહરહિત હોવાથી તેમના માટે આ કુશલચિત્ત સુંદર નથી. તેથી કુશલચિત્ત (પરપરિકલ્પિત) શ્રીવીતરાગતાનું વિરોધી હોવાથી મુખ્ય નથી.
પ્રશસ્ત રાગની અવસ્થામાં આ કુશલચિત્ત બોધિ, આરોગ્ય અને ઉત્તમસમાધિની પ્રાર્થના જેવું છે. આશય એ છે કે, સામાવહિનામં સમદિવરમુd કિંતુ... ઇત્યાદિ પદોથી આરોગ્યાદિની પ્રાર્થના કરાય છે. શ્રી વીતરાગપરમાત્મા રાગાદિદોષોથી રહિત હોવાથી તેઓશ્રી કશું આપતા નથી અને લેતા નથી. તેથી તેઓશ્રીની પાસે કરેલી પ્રાર્થનાનો વિષય સંભવતો નથી. આમ છતાં રાગી જનો ભગવાન શ્રી તીર્થકર દેવમાં ભક્તિને વ્યક્ત કરતા ભાવની પ્રકર્ષઅવસ્થાને લઇને આ પ્રમાણે પ્રાર્થના કરે છે, તે તેમના માટે ઉચિત મનાય છે. આથી જ કહ્યું છે કે – આ
એક પરિશીલન
૧૫૯
Page #163
--------------------------------------------------------------------------
________________
અસત્યામૃષા ભાષા છે. માત્ર ભક્તિથી આ બોલાય છે. જેમના રાગદ્વેષ ક્ષીણ થયા છે એવા શ્રીવીતરાગ પરમાત્મા સમાધિ કે બોધિ વગેરે આપતા નથી. આ રીતે જેનો વિષય સંભવતો નથી; એનું વચન અને ચિંતન ચોથા વચન અને મનના યોગમાં સંગત છે. આથી સ્પષ્ટ છે કે બોધ્યાદિની પ્રાર્થનાની જેમ અસંભવી - વિષયવાળું કુશલચિત્ત સરાગદશામાં સારું પણ છે.
યદ્યપિ ચતુર્થ અસત્યામૃષા વચનયોગ અને મનોયોગ ભગવાનમાં પણ સંભવે છે. તેથી તેઓશ્રીને પણ કુશલચિત્ત ઘટી શકે છે; પરંતુ ઉપર જણાવ્યા મુજબનું; રાગાદિ વિકલ્પના કારણે ઉત્પન્ન ભક્તિભાવને લઇને જે ચતુર્થભંગ(અસત્યામૃષા)વર્તિ કુશલચિત્ત છે, તે શ્રી વીતરાગપરમાત્મામાં હોતું નથી. દેશનાના વચનયોગ માટે અને અનુત્તરવિમાનના દેવોના સંશયના નિરાકરણ માટે ગ્રહણ કરેલાં, ભાષાવર્ગણાનાં અને મનોવર્ગણાનાં પુદ્ગલોને આશ્રયીને શ્રીવીતરાગપરમાત્માને ચોથા વચનયોગ અને મનોયોગનો સંભવ માન્યો છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. II૪-૨૫
यद्यपि व्याघ्रादेः स्वकीयमांसदानादावतिकुशलं चित्तं बुद्धस्येष्यते, न चैतदर्हत इति नात्र महत्त्वमित्याशङ्क्यते तदप्यसङ्गतं, तच्चित्तस्यैवानतिकुशलत्वेन मोहानुगतत्वाविशेषादित्यभिप्रायवानाह—
યદ્યપિ વાઘ વગેરેને પોતાનું માંસ આપવા વગેરેના કારણે બુદ્ધનું ચિત્ત અત્યંત કુશલ મનાય છે. પરંતુ શ્રી અરિહંત પરમાત્માનું એવું ચિત્ત ન હતું. તેથી તેમનામાં મહત્ત્વ નથી - આવી શંકા કરાય છે; પણ તે અસંગત છે. કારણ કે ઉપર જણાવ્યા મુજબ આ પણ ચિત્ત મોહાનુગત હોવાથી અતિકુશલ નથી. આવા આશયથી જણાવાય છે—
सत्त्वधीरप या स्वस्योपकारादपकारिणि । सात्मंभरित्वपिशुना परापायानपेक्षिणी ।।४-२६।।
सत्त्वधीरिति-यापि बुद्धस्यापकारिणि स्वमांसभक्षकव्याघ्रादौ । स्वस्योपकारात् कर्मकक्षकर्त्तनसाहाय्यककरणलक्षणात् । सत्त्वधीः, सा । आत्मानमेव न परं बिभर्ति पुष्णातीत्यात्मम्भरिस्तत्त्वं पिशुनयति सूचयतीत्यात्मम्भरित्वपिशुना । परेषां स्वमांसभक्षकव्याघ्रादीनामपायान् दुर्गतिगमनादीन्नापेक्षत इत्येवंशीला । तथा चात्रात्मम्भरित्वं परापायानपेक्षत्वं च महद्दूषणमिति भावः । तदुक्तम्–“अपकारिणि सद्बुद्धिर्विशिष्टार्थप्रसाधनाद् । आत्मम्भरित्वपिशुना परापायानपेक्षिणी ।। १ ।।४ - २६।।
“અપકારી એવા વાઘ આદિમાં પોતાના ઉપકારના કારણે બુદ્ધને જે સત્ત્વબુદ્ધિ હતી, તે બુદ્ધના આત્મભરિત્વની ચાડી ખાનારી અને બીજાને થનારા અપાયની અપેક્ષા(વિચારણા)ને નહિ રાખનારી હતી.” – આ પ્રમાણે છવ્વીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે બુદ્ધને; પોતાનું માંસ ખાનાર વાઘ વગેરે અપકારીને વિશે; પોતાના કર્મસ્વરૂપ વનને છેદી નાખવામાં તે સાહાય્ય કરતા હોવાથી જે સત્ત્વ(સારા ઉપકારીપણાની)બુદ્ધિ છે; તે આત્માને-પોતાને-જ
જિનમહત્ત્વ બત્રીશી
૧૬૦
Page #164
--------------------------------------------------------------------------
________________
(બીજાને નહિ) પુષ્ટ બનાવનારી એકલપેટીવૃત્તિને જણાવનારી છે તેમ જ તે વૃત્તિ; પોતાનું માંસ ખાનારા વાઘ વગેરેના દુર્ગતિમાં જવા સ્વરૂપ અપાયને ન વિચારનારી છે. આ રીતે બુદ્ધની સત્ત્વબુદ્ધિમાં આત્મભરિત્વ અને પરાપાયાનપેક્ષત્વ સ્વરૂપ મહાદૂષણ છે. આ વાતને અષ્ટક પ્રકરણમાં પણ જણાવાઈ છે. વિશિષ્ટ અર્થને સિદ્ધ કરવાથી અપકારીમાં સદ્દબુદ્ધિ આત્મભરિત્વને જણાવનારી અને પર પ્રાણીના અપાયની ઉપેક્ષાને કરનારી છે. આથી સમજી શકાશે કે બુદ્ધની સત્ત્વબુદ્ધિ પણ મોહાનુગત હોવાથી અતિકુશલચિત્તને જણાવનારી નથી. //૪-૨ll
શ્રી તીર્થંકરપરમાત્મામાં મહત્ત્વને નહિ માનનારા અન્યદર્શનીઓની માન્યતાનું નિરાકરણ કરીને પરમાત્મામાં જ મહત્ત્વ છે – એ જણાવવા સાથે પ્રકરણાર્થનું સમાપન કરાય છે–
पदार्थमात्ररसिकस्ततोऽनुपकृतोपकृत् ।
अगूढलक्षो भगवान् महानित्येष मे मतिः ॥४-२७॥ . “તેથી પદાર્થમાત્રમાં રસિક; અનુપકારી ઉપર પણ ઉપકાર કરનારા અને અગૂઢલક્ષવાળા એવા ભગવાન મહાન છે - એમ હું માનું છું.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી તીર્થંકરપરમાત્મા કેવલજ્ઞાની હોવાથી અને સર્વથા રાગાદિથી રહિત હોવાથી પદાર્થમાત્રના વાસ્તવિક સ્વરૂપમાત્રને જ ગ્રહણ કરે છે. એમાં પાધિક ધર્મનો આરોપ કરતા નથી. રાગાદિ દોષોને લઈને વસ્તુના સ્વરૂપના બદલે તેના વિરૂપનું ગ્રહણ થાય છે અને કેવલજ્ઞાન ન હોય તો પદાર્થમાત્રનો બોધ થતો નથી. શ્રી તીર્થંકરપરમાત્માને છોડીને બીજા કોઈ પણ દેવામાં આવી પદાર્થમાત્રરસિકતા નથી. કેટલાક વિદ્વાનોના મતે અહીં “પાર્થ” ના સ્થાને પાર્થ પાઠ છે. એ મુજબ વિચારતાં પણ માનવું જ પડે કે શ્રી તીર્થંકર પરમાત્માને છોડીને અન્ય કોઈ પણ દેવમાં એવી પરાર્થરસિકતા નથી. ઐકાંતિક, આત્યંતિક, પારમાર્થિક હિતને તેઓ(અન્ય દેવો) સમજી પણ શક્યા નથી તો તેમનામાં પરાર્થરસિકતા ક્યાંથી સંભવે ?
પોતાની ઉપર જેમણે ઉપકાર કર્યો નથી એવા જીવો ઉપર પણ ઉપકાર કરનારા શ્રી તીર્થંકર પરમાત્મા અગૂઢલક્ષવાળા છે. શ્રી તીર્થંકરપરમાત્માનું લક્ષ્ય ખૂબ જ સ્પષ્ટ છે. મન, વચન અને કાયાનો અવિસંવાદ ખૂબ જ સ્પષ્ટ રીતે તેઓશ્રીની સાધનામાં જોવા મળે છે. અહીં સત્ર ના સ્થાને સમૂહ આવો પાઠ કેટલાક વિદ્વાનો માને છે. તેનો અર્થ પણ સમજી શકાય એવો છે. મૂઢ એટલે કોઈ પણ જાતના નિર્ણયથી શૂન્ય. એવા પ્રકારનું લક્ષ્ય જેમનું નથી; તેમને અમૂઢલક્ષ કહેવાય છે. આવા શ્રી તીર્થંકરપરમાત્મા મહાન છે – આ પ્રમાણે ગ્રંથકાર પરમર્ષિની માન્યતા છે. અન્ય કોઇ પણ પરમાત્મામાં આવું મહત્ત્વ નથી... એ સૌ કોઈ સમજી શકે છે. //૪-૨થી
ઉપર જણાવ્યા મુજબ શ્રી અરિહંત પરમાત્મામાં જ મહત્ત્વ હોવાથી તેઓશ્રીના જ ધ્યાનવિશેષથી આત્મા પરમતત્ત્વને પ્રાપ્ત કરે છે - એ જણાવાય છે
એક પરિશીલન
૧૬૧
Page #165
--------------------------------------------------------------------------
________________
अर्हमित्यक्षरं यस्य चित्ते स्फुरति सर्वदा ।
પર ત્રહ તતઃ શદ્ધાઃ સોથિકચ્છતિ I૪-૨૮ “અહ” આ અક્ષર જેના ચિત્તમાં સર્વકાળ સ્કુરાયમાન છે; તે આત્મા, તે શબ્દબ્રહ્મથી પરમબ્રહ્મને પ્રાપ્ત કરે છે – આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જે આત્માઓ અરિહંત પરમાત્માનું હૃદયમાં નિરંતર ધ્યાન કરે છે તેઓ અપરતત્ત્વમાંથી પરતત્ત્વમાં જાય છે. પરતત્ત્વ આત્માના શુદ્ધ (સ્વભાવસિદ્ધ) સ્વરૂપને કહેવાય છે, જે સકલકર્મના અભાવે આવિર્ભાવ પામેલી સિદ્ધાવસ્થા સ્વરૂપ છે. એ પરતત્ત્વસ્વરૂપ પર(પરમ)બ્રહ્મની પૂર્વાવસ્થાને અપર બ્રહ્મ તરીકે વર્ણવી છે. રૂપાતીત અવસ્થાનું વર્ણન શબ્દથી ખૂબ જ સ્થૂલ રીતે થાય છે અને રૂપવત્ અવસ્થાનું વર્ણન તેની અપેક્ષાએ સૂક્ષ્મ રીતે થતું હોય છે. તે અપર બ્રહ્મને એ અપેક્ષાએ શબ્દબ્રહ્મ કહેવાય છે. શબ્દબ્રહ્મ અને પરબ્રહ્મમાં જે ભેદ છે તે વેદાંતદર્શનાદિના અભ્યાસથી સમજી લેવો જોઈએ. શબ્દથી પ્રતિપાદ્ય બ્રહ્મ, શબ્દથી શેય બ્રહ્મ અને શબ્દસ્વરૂપ બ્રહ્મ... ઇત્યાદિ જુદી જુદી વ્યુત્પત્તિને આશ્રયીને શબ્દબ્રહ્મનું સ્વરૂપ; પરબ્રહ્મના સ્વરૂપથી ભિન્ન છે. શબ્દબ્રહ્મથી પરમબ્રહ્મને પામવા માટે શ્રી અરિહંત પરમાત્માની ઉપાસના એ એક જ ઉપાય છે. એ વિના બીજો કોઈ જ ઉપાય નથી – એ ઓગણત્રીસમા શ્લોકથી જણાવાય છે–
परः सहस्राः शरदां परे योगमुपासताम् ।
हन्तार्हन्तमनासेव्य गन्तारो न परं पदम् ॥४-२९॥ હજારો-લાખો વર્ષો સુધી બીજા (શ્રી અરિહંત પરમાત્માની ઉપાસના નહિ કરનારા) લોકો યોગની ઉપાસના કરે; તોપણ શ્રી અરિહંતપરમાત્માની સેવા (આજ્ઞાપાલનાદિ સ્વરૂપ ઉપાસના) કર્યા વિના તેઓ પરમપદે જવાના નથી. કારણ કે પરમપદને પ્રાપ્ત કરવાનો જો કોઈ ઉપાય હોય તો તે એકમાત્ર શ્રી અરિહંતપરમાત્માની ઉપાસના જ છે. એ વિના કરાતી યોગની ઉપાસના વસ્તુતઃ યોગની ઉપાસના નથી. પરંતુ તેના આભાસની જ ઉપાસના છે. બીજા યોગીઓને સમ્યજ્ઞાન ન હોવાથી તેઓ પારમાર્થિક યોગને સમજી જ શક્યા નથી. અને તેમને સમ્યગ્દર્શન ન હોવાથી શ્રી અરિહંતપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને વાસ્તવિક રીતે સમજી શકતા નથી. મિથ્યાત્વમોહનીયકર્મના તીવ્ર વિપાકો યોગના (બાહ્યદષ્ટિએ યોગના) ઉપાસકોને પણ પરમપદથી દૂર રાખે છે. તેની મંદતા આત્માને પરમપદના પથિક બનાવે છે. સંસારના સુખ-દુઃખ પ્રત્યેના તીવ્ર રાગ-દ્વેષનાં પરિણામોની તીવ્રતા ઘટે તો જ મિથ્યાત્વાદિની મંદતા થઈ શકે. આપણા સૌનું સદ્ભાગ્ય અદ્ભુત છે કે સ્વભાવથી જ શ્રી અરિહંત પરમાત્માની ઉપાસનાનો આપણને યોગ પ્રાપ્ત થયો. એ દ્વારા પરમપદનો યોગ પ્રાપ્ત થાય એ માટે આપણે પ્રયત્નશીલ બની રહીએ. I૪-૨
૧૬૨
જિનમહત્ત્વ બત્રીશી
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતપરમાત્માના ધ્યાનથી આત્મા પરમાત્મા બને છે તે દષ્ટાંતપૂર્વક જણાવાય છે–
आत्मायमर्हतो ध्यानात् परमात्मत्वमश्नुते ।
રવિન્દ્ર યથા તામ્ર સ્વત્વથાચ્છિતિ I૪-રૂવા આ આત્મા શ્રી અરિહંત પરમાત્માના ધ્યાનથી પરમાત્મપણું પ્રાપ્ત કરે છે. રસથી વિદ્ધ તાંબું જેમ સુવર્ણપણું પ્રાપ્ત કરે છે.” - આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. ભાવાર્થ સ્પષ્ટ છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલી પરમતારક મોક્ષસાધનાના પ્રારંભથી માંડીને શ્રી સિદ્ધપદની પ્રાપ્તિ સુધીની આત્માની અનેકવિધ અવસ્થાનો વિચાર કરીએ તો શ્રી અરિહંત પરમાત્માના પરમતારક ધ્યાનનું સ્વરૂપ સારી રીતે સમજી શકાશે. શ્રી અરિહંત પરમાત્માની પરમતારક આજ્ઞાના પાલનમાં; આત્મા પોતાની ભૂમિકા મુજબ ઉપયોગ રાખે તો ક્રમે કરીને શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન પ્રાપ્ત કરી શકશે. પોતાની ભૂમિકા મુજબ તે તે વિહિત પ્રવૃત્તિ કરતી વખતે આજ્ઞાપાલનનો જે સતત ઉપયોગ છે, તે શ્રી અરિહંતપરમાત્માનું ધ્યાનવિશેષ છે. પરમપ્રકૃષ્ટ એ ધ્યાન જ આત્માને પરમાત્મપણું પ્રાપ્ત કરાવે છે. માર્ગોનુસરણ, સમ્યગ્દર્શન, વિરતિ અને સામર્થ્યયોગ તેમ જ શૈલેશી અવસ્થા : આ બધાનો વિચાર કરવાથી ધ્યાનની પ્રારંભઅવસ્થાથી પરાકાષ્ઠા સુધીની સ્થિતિનો સામાન્ય ખ્યાલ આવશે. દષ્ટાંતમાં જણાવેલા રસના સ્થાને શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન છે. આત્મા તાંબાના સ્થાને છે. અને પરમાત્મપણું – એ સુવર્ણત્વના સ્થાને છે. તાંબું જ સોનું થાય છે તેમ આત્મા જ પરમાત્મા બને છે. તેમાં શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન મુખ્ય કારણ છે. ૪-૩૦ના - શ્રી અરિહંત પરમાત્માના જ ધ્યાનથી પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે એ ચોક્કસ થયે છતે જે કર્તવ્ય છે તે જણાવાય છે
पूज्योऽयं स्मरणीयोऽयं सेवनीयोऽयमादरात् ।
अस्यैव शासने भक्तिः कार्या चेच्चेतनाऽस्ति वः ॥४-३१॥ શ્લોકાર્ધ સુગમ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી વીતરાગપરમાત્માની ઉપાસનાને છોડીને બીજો કોઇ જ ઉપાય પરમપદની પ્રાપ્તિ માટે ન હોવાથી; પરમપદના પ્રાપક શ્રી વીતરાગપરમાત્મા જ મહાન છે. બુદ્ધાદિ કોઈ પણ મહાન નથી. તેથી આ શ્રી વીતરાગપરમાત્મા જ પૂજય છે, આ પરમાત્મા જસ્મરણીય છે અને આ પરમાત્મા જ આદરપૂર્વકસેવનીય છે. શ્રી અરિહંતપરમાત્માની જ તેઓશ્રીની પરમતારક આજ્ઞા મુજબ અષ્ટપ્રકારી વગેરે દ્રવ્યપૂજા અને ચૈત્યવંદનાદિ સ્વરૂપ ભાવપૂજા કરવી જોઈએ. તેમ જ દરેક ધર્માનુષ્ઠાનાદિ કરતી વખતે શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાનું મુખ્યપણે સ્મરણ કરવા દ્વારા તેઓશ્રીનું સ્મરણ કરવું જોઈએ. અને જ્યારે પણ આજ્ઞા
એક પરિશીલન
૧૬૩
Page #167
--------------------------------------------------------------------------
________________
માનવી હોય ત્યારે શ્રી વીતરાગપરમાત્માની જ આજ્ઞા માનવા સ્વરૂપ તેઓશ્રીની જ સેવા કરવી જોઇએ. આથી જ ગ્રંથકાર પરમર્ષિ શ્લોકના ઉત્તરાદ્ધથી ફરમાવે છે કે તમારામાં જો ચેતના છે તો આ જ શ્રી વીતરાગપરમાત્માના શાસનમાં ભક્તિ કરવી જોઇએ. અર્થાત્ તેઓશ્રીના જ શાસન(વચન)ને આરાધવું જોઇએ. શરીરમાં જ્યાં સુધીચેતના છે ત્યાં સુધી શ્રીવીતરાગપરમાત્માના શાસનની આરાધના સિવાય બીજુ કાંઈ પણ કરવા જેવું નથી. ચેતનાનો એકમાત્ર ઉપયોગ જ એ છે. શ્રી તીર્થંકરભગવાનનું મહત્ત્વ સમજાયા પછી સમજણની સાર્થકતા એમાં જ રહી છે.ll૪-૩૧ ભક્તિની ઉપાદેયતાને તેના ફળના વર્ણનથી જણાવાય છે
सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् ।
भक्ति भगवती बीजं परमानन्दसम्पदाम् ॥४-३२॥ પવાર્થત્યાઘારણ્ય પત્તોડી સુગમાં ૪-૨૭ીર૮ર૬llરૂolીરૂછોરૂરી
“શ્રુતસમુદ્રનું અવગાહન કરવાથી મને આ સાર-રહસ્ય પ્રાપ્ત થયું છે. ભગવાન શ્રી વીતરાગપરમાત્માની ભક્તિ મોક્ષનું બીજ છે.” - આ પ્રમાણે છેલ્લા શ્લોકનો અર્થ છે. ગ્રંથકાર પરમર્ષિએ આ શ્લોકમાં ચોથી બત્રીશીનો સાર વર્ણવ્યો છે.
શ્રી જિનેશ્વર દેવોને છોડીને અન્ય કોઈ પણ દેવમાં મહત્ત્વ સિદ્ધ થતું નથી. માત્ર શ્રી જિનેશ્વરદેવમાં જ પારમાર્થિક મહત્ત્વ છે. એ પણ માત્ર બાહ્ય સંપદાને લઈને નથી; પરંતુ અવિસંવાદી(મોક્ષસ્વરૂપ ફળને પ્રાપ્ત કરાવનારા) વચનને લઈને જ છે. આ સંસારથી મુક્ત બની પરમાનંદને પ્રાપ્ત કરવા માટે શ્રી તીર્થંકરપરમાત્માના જ વચનની આરાધના સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. ભગવાન શ્રી તીર્થંકરપરમાત્માની ભક્તિ; પરમાર્થથી તો તેઓશ્રીના પરમતારક વચનની આરાધનામાં જ રહેલી છે. સમસ્ત દ્વાદશાંગીની રચના પરમપદની પ્રાપ્તિના એકમાત્ર ઉદેશથી થયેલી છે. મુમુક્ષુ આત્માઓને એ ઉદેશની સિદ્ધિ માટે શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાની આરાધના કઈ રીતે કરવી જોઈએ, તેનું વિસ્તારથી એમાં વર્ણન છે. આવા શ્રુતસમુદ્રનું અવગાહન કરવાથી જે સાર પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન આ શ્લોકમાં કર્યું છે. અંતે શ્રી અરિહંત પરમાત્માની એ ભક્તિ કરવા દ્વારા આપણે પરમાનંદના ભોક્તા બની રહીએ એ જ એક શુભાભિલાષા. ૪-૩રા
| તિ શ્રીનિનમહત્વત્રિશા | अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
૧૬૪
જિનમહત્ત્વ બત્રીશી
Page #168
--------------------------------------------------------------------------
________________
अथ भक्तिद्वात्रिंशिका प्रारभ्यते । ।
जिनमहत्त्वज्ञानानन्तरं तत्र भक्तिरावश्यकीति सेयमिदानी प्रतिपाद्यते
શ્રી જિનેશ્વરદેવનું મહત્ત્વ, આ પૂર્વેની બત્રીશીમાં વર્ણવ્યું. પરમાત્માના મહત્ત્વનું એ રીતે જ્ઞાન થયા પછી તેઓશ્રીની પ્રત્યે ભક્તિ રાખવાનું આવશ્યક છે. તેથી હવે ભક્તિનું નિરૂપણ કરાય છે–
श्रमणानामियं पूर्णा सूत्रोक्ताचारपालनात् ।
द्रव्यस्तवाद् गृहस्थानां देशतस्तद्विधिस्त्वयम् ॥५-१॥ श्रमणानामिति-इयं भक्तिः ।।५-१॥
“આગમાદિ સૂત્રમાં જણાવેલા આચારોનું પાલન કરતા હોવાથી શ્રમણભગવંતોને આ પરમાત્મભક્તિ પૂર્ણ હોય છે. પરંતુ દ્રવ્યસ્તવના કારણે ગૃહસ્થોને તે ભક્તિ દેશથી(અંશતઃ) હોય છે. તેનો વિધિ સામાન્યથી આ પ્રમાણે હવે પછી વર્ણવવામાં આવે છે તે પ્રમાણે) છે.” - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે શ્રી જિનમહત્ત્વ બત્રીશીમાં પરમાત્માનું મહત્ત્વ જણાવ્યું છે. એના જ્ઞાનથી બધાય કરતાં મહાન એવા પરમાત્માને વિશે ભક્તિ આવશ્યક છે. તેથી આ બત્રીશીમાં હવે પરમાત્મા પ્રત્યેની ભક્તિનું સ્વરૂપ દર્શાવાય છે. પરમાત્માના પરમતારક વચનની આરાધનાને “ભક્તિ' કહેવાય છે. પરમતારક આગમાદિ સૂત્રોના પારમાર્થિક અધ્યયનથી શ્રી તીર્થંકરપરમાત્માનાં પરમતારક વચનોનું જ્ઞાન થાય છે. એ મુજબનું સર્વથા પાલન કરવાનું પૂજય શ્રમણભગવંતો માટે જ શક્ય છે. સર્વસાવઘયોગથી વિરામ પામ્યા વિના શ્રી વીતરાગપરમાત્માના વચનાનુસાર આચારનું પાલન શક્ય જ નથી. પૂ. શ્રમણભગવંતો સર્વસાવદ્યયોગથી વિરામ પામેલા છે. ત્રિવિધ ત્રિવિધ પાપથી વિરામ પામેલા એ પૂ. શ્રમણભગવંતોને આગમાદિ સૂત્રમાં જણાવેલા આચારોનું પાલન શક્ય બને છે. તેથી તેઓશ્રીને જ આચારપાલન સ્વરૂપ ભક્તિ પૂર્ણપણે હોય છે.
ગૃહસ્થોને સર્વસાવઘયોગથી વિરામ પામવાની ઇચ્છા હોય તોપણ સર્વસાવદ્યયોગથી વિરામ પામવાનું તેમના માટે કોઈ પણ રીતે શક્ય બનતું નથી. ગૃહસ્થસંબંધી વ્યવહારોના નિર્વાહ માટે તેમને આરંભાદિ કર્યા વિના ચાલે એમ નથી. તેથી તેઓ સર્વસાવદ્યયોગથી વિરામ પામવાની પ્રતિજ્ઞાને કરી શકતા નથી. આવા સંયોગોમાં ગૃહસ્થોને શ્રી વીતરાગપરમાત્માના વચનની આરાધના દેશથી જ શક્ય બનતી હોય છે. દ્રવ્યસ્તવને આશ્રયીને ગૃહસ્થોને પરમાત્માની ભક્તિ દેશથી હોય છે. સર્વસાવદ્ય (પાપયુક્ત) યોગથી ગૃહસ્થો વિરામ પામેલા ન હોવાથી તેમના
એક પરિશીલન
૧૬૫
Page #169
--------------------------------------------------------------------------
________________
માટે શ્રી તીર્થંકર પરમાત્માએ વિહિત કરેલાં પૂજાદિ (સાવઘ) અનુષ્ઠાનો દ્રવ્યસ્તવ સ્વરૂપ છે. તેને લઈને ગૃહસ્થોને અંશતઃ પરમાત્મભક્તિ(પરમતારક વચનનું પાલન) હોય છે. દ્રવ્યસ્તવનો સામાન્ય વિધિ આ પ્રમાણે છે અર્થાત્ હવે પછીના શ્લોકોથી તે વિધિ વર્ણવાય છે. //૫-૧||
દ્રવ્યસ્તવ પરમતારક શ્રી જિનાલય વિના સંભવિત ન હોવાથી શ્રી જિનાલય સંબંધી વિધિ બીજાથી નવમા શ્લોક સુધીના આઠ શ્લોકોથી વર્ણવાય છે–
न्यायार्जितधनो धीरः सदाचारः शुभाशयः ।
भवनं कारयेज्जैनं गृही गुर्वादिसम्मतः ॥५-२॥ न्यायेति-धीरो मतिमान् । गुर्वादिसम्मतः पितृपितामहराजामात्यप्रभृतीनां बहुमत ईगुणस्यैव जिनभवनकारणाधिकारित्वमिति भावः ।।५-२।।
“ન્યાયથી પ્રાપ્ત કર્યું છે ધન જેણે એવા બુદ્ધિમાન સદાચારી શુભાશયવાળા ગૃહસ્થ પિતા વગેરેની સંમતિને મેળવીને શ્રી જિનભવન કરાવવું જોઈએ” – આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે પરમતારક શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરાવતી વખતે જે ધનનો ઉપયોગ કરવાનો છે; તે ધન ન્યાય અને નીતિથી પ્રાપ્ત કરેલું હોવું જોઇએ. અન્યાય કે અનીતિથી મેળવેલા ધનથી શ્રી જિનાલય બનાવવાનું ઉચિત નથી. આ અંગે વર્તમાનમાં ખૂબ જ ઉપેક્ષા સેવાય છે, જે આત્માના હિતને કરનારી નથી. ભવ્યાતિભવ્ય શ્રી જિનાલયના નિર્માણકાર્યમાં ન્યાયથી પ્રાપ્ત જ ધનનો ઉપયોગ કરવાનું ધ્યાન મોટા ભાગે રખાતું નથી. આવી પ્રવૃત્તિની યોગ્યતાનું સમર્થન કરવા અનેક જાતની દલીલો કરી શકાય છે. પરંતુ એવી દલીલો કરતાં પૂર્વે એ યાદ રાખવું જોઈએ કે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચન સામેની એ દલીલો હશે. શ્રી વીતરાગપરમાત્માનું વચન આદરણીય છે, પરંતુ નિરાકરણીય નથી. વચન સમજાય નહિ; તો એકવાર નહિ દસવાર પૂછી શકાય. અજ્ઞાનને દૂર કરવું અને આવકાર આપવામાંથી છટકી જવું - એ બેમાં જે ભેદ છે તે સમજી ન શકાય એવું નથી.
શ્રી જિનમંદિર બનાવરાવનાર ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનવાળો હોવો જોઇએ. તેમ જ ધીરબુદ્ધિમાન હોવો જોઇએ. અન્યથા વિધિ વગેરેનું જ્ઞાન ન હોય તો શ્રી જિનમંદિર; વિધિ-શિલ્પ વગેરેના જ્ઞાનપૂર્વક નહિ બને. આવા પરમતારક શાસશુદ્ધ શ્રી જિનાલયનું નિર્માણ કરનાર સદાચારી અને શુભ આશયવાળો હોવો જોઈએ. દુરાચારને સેવનાર અને દુષ્ટ આશયને ધરનાર આત્મા જો શ્રી જિનમંદિર બનાવરાવે તો તે લોકમાં આદરણીય નહિ બને. ભવથી વિસ્તારનારાં આલંબનો આપણા દુરાચારાદિને આચ્છાદિત કરાવનારાં ના બને એનો સતત ખ્યાલ રાખવો જોઈએ. પાપનો વિનાશ કરવા માટે ધર્મ છે, પાપને ઢાંકવા માટે ધર્મ નથી.
ભક્તિ બત્રીશી
Page #170
--------------------------------------------------------------------------
________________
પરમતારક શ્રી જિનમંદિર બંધાવનારાએ પોતાના પૂ. પિતાશ્રી તેમ જ પૂ. પિતામહ વગેરે ગુરુ(વડીલ)જનોની અનુમતિપૂર્વક જ કાર્ય કરવું જોઈએ. “મારા પૈસા છે. હું કમાઉં છું. મારી ઇચ્છા અને શક્તિ મુજબ હું ગમે ત્યાં પૈસા વાપરું એમાં ગુરુજનોની અનુમતિ શા માટે લેવી?”... ઈત્યાદિનો વિચાર કર્યા વિના આવું સુંદર લોકોત્તર કાર્ય પણ ગુરુજનોની અનુમતિપૂર્વક જ કરવું જોઇએ. અન્યથા સ્વચ્છંદપણે કરેલું કાર્ય લોકોત્તર ફળને આપનારું નહિ બને. શ્રી વીતરાગપરમાત્માનું શાસન આજ્ઞાપ્રધાન છે. સ્વચ્છંદપણે કરાતા અનુષ્ઠાનમાં એનો જ ઉચ્છેદ થાય તો તે અનુષ્ઠાન ધર્મસ્વરૂપે કઈ રીતે પરિણમશે? ગૃહસ્થપણાના સ્વચ્છંદતાના સંસ્કાર આગળ જતા સર્વવિરતિની આરાધનામાં અવરોધ કરનારા બને છે. તેથી મુમુક્ષુ જનોએ ગૃહસ્થપણાથી જ સ્વછંદતાનો ત્યાગ કરવા માટે પૂ. ગુરુજનોની આજ્ઞા પ્રમાણે જ કાર્ય કરવાનો આગ્રહ સેવવો જોઈએ. પ-રા શ્રી જિનાલયસંબંધી વિધિમાં શ્રી જિનાલય માટે જે ભૂમિ લેવી જોઇએ તે જણાવાય છે–
तत्र शुद्धां महीमादी गृह्णीयाच्छास्त्रनीतितः ।
परोपतापरहितां भविष्यद्भद्रसन्ततिम् ॥५-३॥ ___ तत्रेति-तत्र जिनभवनकारणे प्रक्रान्ते । शास्त्रनीतितो वास्तुविद्याधर्मशास्त्रोक्तन्यायानतिक्रमण | પરોપતા: પ્રતિષિાવિહેવા I/-રૂા.
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે શ્રી જિનાલયના નિર્માણ માટે સૌથી પ્રથમ એવી ભૂમિ લેવી જોઇએ કે જે વાસ્તુશાસ્ત્ર કે ધર્મશાસ્ત્રમાં જણાવ્યા મુજબની હોય. વાસ્તુવિદ્યા વગેરે શાસ્ત્રોમાં જેનો નિષેધ કરાયો હોય તે જગ્યામાં શ્રી જિનાલય બંધાવવાનું ઉચિત નથી. આ રીતે શાસ્ત્રનીતિથી ગ્રહણ કરાયેલી ભૂમિ પણ; આજુબાજુમાં રહેતા એવા લોકોના ખેદનું નિમિત્ત ના બને એનું ધ્યાન રાખવું જોઇએ અને ભવિષ્યમાં એ ભૂમિ કલ્યાણોની પરંપરાને સર્જનારી બનવી જોઈએ.
કહેવાનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રીય નીતિ મુજબ શુદ્ધ પૃથ્વી ઉપર નિર્માણ કરાયેલું શ્રી જિનમંદિર સ્થિર અને પવિત્ર બને છે. તેની પાસે રહેનારા પાડોશી તેમ જ તે જગ્યાના માલિક વગેરે સંબંધિત જનોને કોઈ પણ જાતનો ખેદ ન રહે એ રીતે જગ્યા મેળવવી જોઇએ. અન્યથા શ્રી જિનમંદિરની સુરક્ષામાં અનેક મુશ્કેલીઓનો સંભવ રહેશે. તેમ જ ભવિષ્યમાં કલ્યાણની પરંપરાનું કારણ બની શકે એવી લક્ષણવતી ભૂમિ લેવી. અન્યથા ઉત્તરોત્તર સાનુબંધ કલ્યાણનો અવરોધ પ્રાપ્ત થશે. એકાંતે કલ્યાણને કરનારું કાર્ય પણ જેમ-તેમ તો ન જ કરાય ને? આથી સમજી શકાય છે કે કલ્યાણના અર્થી જનોએ શાસ્ત્રનીતિને અનુસરી શુદ્ધ વગેરે ભૂમિમાં જ શ્રી જિનમંદિરનું નિર્માપન કરવું જોઈએ. અન્યથા તે વિવક્ષિત ફળને પ્રાપ્ત કરાવનારું નહિ બને. પ-all
એક પરિશીલન
૧૬૭
Page #171
--------------------------------------------------------------------------
________________
પાડોશી વગેરેને ખેદ ન થાય એવી જગ્યામાં શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરવાનું પ્રયોજન જણાવાય છે–
अप्रीति नैव कस्यापि कार्या धर्माद्यतेन वै ।
इत्थं शुभानुबन्धः स्यादत्रोदाहरणं प्रभुः ॥५-४॥ अप्रीतिरिति-धर्मोद्यतस्य परपीडापरिहारप्रयत्नातिशयो मुख्यमङ्गं । यथा तापसाप्रीतिपरिहारार्थं भगवतो वर्षास्वपि गमनमिति भावः ।।५-४॥
“ધર્મ કરવામાં પ્રયત્નશીલ આત્માએ કોઈને પણ અપ્રીતિ થાય એવું ન કરવું. આમ કરવાથી શુભ અનુબંધની પ્રાપ્તિ થાય છે. આ વિષયમાં ભગવાન ઉદાહરણ છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ધર્મ કરવા માટે પ્રયત્નશીલ બનેલા આત્માએ બીજાને કોઇ પણ જાતની પીડા ન થાય એ માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. બીજાને પીડા ન થાય એ માટે કરાતો પ્રયત્નાતિશય; ધર્મકર્તાને ધર્મની સિદ્ધિનું મુખ્ય અંગ બને છે. આ વિષયમાં ભગવાન શ્રી મહાવીર દષ્ટાંત સ્વરૂપ છે. ભગવાન શ્રી મહાવીરપરમાત્મા એકવાર વર્ષાઋતુમાં ચાતુર્માસ માટે તાપસના આશ્રમમાં રહ્યા હતા. એ આશ્રમના સ્વામીએ એક ઘાસની કુટિર, ભગવાનને રહેવા માટે આપી હતી. બહાર ઘાસ ન મળવાથી ગાયો એ કુટિરનું ઘાસ, રોકટોક વિના ખાતી હતી. તે વખતે આશ્રમના સ્વામી કુલપતિએ ભગવાનને પોતાની કુટિરની રક્ષા કરવા જણાવ્યું. આ પ્રમાણે પોતાના રહેવાથી તાપસને અપ્રીતિ થાય છે - એમ જાણીને તાપસની અપ્રીતિના પરિહાર માટે વર્ષાઋતુમાં પણ ભગવાન અન્યત્ર વિહાર કરી ગયા. આવી જ રીતે ધર્મની આરાધનામાં તત્પર બનેલા બીજા આત્માઓએ પણ પરની પીડાના પરિહાર માટે શક્તિ અનુસાર પૂરતો પ્રયત્ન કરવો જોઈએ.
શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શ્રી જિનાલયના નિર્માણ-કાર્ય જેવા મહત્ત્વના કાર્યમાં ખૂબ જ ઉપયોગ રાખી પ્રયત્નપૂર્વક બીજાને પીડા ન થાય એ રીતે વર્તવું જોઇએ. “ધર્મનું કામ છે; એકાંતે સારું છે; લોકો અજ્ઞાની છે; આપણે તેમને પીડા પહોંચાડવા માટે કરતા નથી; છતાંય એમને પીડા પહોંચતી હોય તો આપણે શું કરીએ? એમ કાંઈ ધર્મનું કામ કરવાનું છોડી દેવાય ?”... ઈત્યાદિ વિચારણા કરી પરપીડાપરિહાર કરવાની ઉપેક્ષા નહિ સેવવી જોઇએ. પૂરતા પ્રમાણમાં ઉદારતા કેળવી લેવાય તો પરની પીડાનો પરિહાર કરવાનું શક્ય છે. ઓછા પૈસે ભવ્યાતિભવ્ય કામ કરવાની વૃત્તિ ઉપર થોડો કાબૂ મૂકી દેવાથી તે તે અનુષ્ઠાનોમાં પરપીડાનું વર્જન કરવાનું શક્ય બને છે. શ્રી વીતરાગપરમાત્માએ એવું તો કોઈ પણ અનુષ્ઠાન કરવાનું ફરમાવ્યું નથી કે જેમાં પરને પીડા પહોંચાડવી પડે. કામ નાનું થાય, બહુ આકર્ષક ન થાય તોપણ
૧૬૮
ભક્તિ બત્રીશી
Page #172
--------------------------------------------------------------------------
________________
ચાલે પરંતુ બીજાને ખેદ થાય એવું તો તે ન જ કરવું જોઈએ. આમ કરવાથી શુભ અનુબંધ પ્રાપ્ત થાય છે અને તેથી ઉત્તરોત્તર કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે. //૫-૪
જે ભૂમિ ઉપર શ્રી જિનમંદિર બંધાવવાનું છે, તેની પાસે રહેનારા લોકોની પીડાનો પરિહાર કરવાનું જણાવીને તેમનું સન્માન કરવાનું પણ જણાવાય છે
आसन्नोऽपि जनस्तत्र मान्यो दानादिना यतः ।
इत्थं शुभाशयस्फात्या बोधिवृद्धिः शरीरिणाम् ॥५-५॥ आसन्नोऽपीति-आसन्नोऽपि तद्देशवर्ती स्वजनादिसम्बन्धरहितोऽपि । इत्थं भगवद्भक्तिप्रयुक्तोવાયોત્િ II-II
કહેવાનો આશય એ છે કે, જે જગ્યામાં શ્રી જિનાલય બંધાવવાનું છે, તે જગ્યા ગ્રહણ કરતી વખતે પરપીડાનો પરિહાર કરવાથી જેમ ધર્મસિદ્ધિ થાય છે અર્થાત્ પરપીડાનો પરિહાર ધર્મસિદ્ધિનું અંગ બને છે; તેમ બીજું પણ ધર્મસિદ્ધિનું અંગ બને છે; તે આ શ્લોકથી જણાવાય છે. “શ્રી જિનાલયની આસપાસ રહેનાર લોકોનું; દાન આપવા દ્વારા અને સત્કારાદિ કરવા દ્વારા બહુમાન કરવું. જેથી એ પ્રમાણે તે લોકોને શુભભાવની વૃદ્ધિ થવાથી સમ્યગ્દર્શનની વૃદ્ધિ થાય છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. ભાવાર્થ સ્પષ્ટ છે કે પરમતારક શ્રી જિનાલયની આસપાસ રહેતા લોકો પોતાના સંબંધી ન હોય તો પણ તેમને ઉચિત દાનાદિ આપવા દ્વારા અનુકૂળ બનાવવા જોઈએ. કારણ કે આવી રીતે ભગવાન શ્રી જિનેશ્વરદેવની ભક્તિના કારણે કરેલા ઔદાર્યથી એ લોકોને શુભ ભાવની પ્રાપ્તિ થતી હોય છે. “જૈનોનો ધર્મ કેવો છે કે આપણા જેવાનું પણ આવું ઔચિત્ય કરાય છે.” - આવા પ્રકારના શુભભાવની પ્રાપ્તિથી તેમને બોધિ-સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વગેરે થાય છે.
શાસ્ત્રકારપરમર્ષિઓએ જણાવ્યા મુજબ દરેક અનુષ્ઠાન કરવામાં આવે તો તે ખરેખર જ પરમતારક શ્રી જિનશાસનની પ્રભાવનાનું કારણ બન્યા વિના નહિ રહે. આવી પ્રભાવના કરવા માટે ખૂબ જ ઉદારતા કેળવવી પડતી હોય છે. સર્વશ્રેષ્ઠ અનુષ્ઠાન સર્વશ્રેષ્ઠ ફલનું કારણ ન બને તો તે ઉદારતાપૂર્વક કરાયું નથી - તેમ માનવું પડે. અત્યારે શ્રી જિનાલયોનું જે રીતે નિર્માણ થઈ રહ્યું છે તે અંગે થોડી વિચારણા કરવાનું ખૂબ જ આવશ્યક બન્યું છે. સ્વદ્રવ્યથી શ્રી જિનાલયો બંધાવવાની વાત ક્વચિત જ સંભળાય છે. તેથી ઉદારતાની વાત તો લગભગ વિસારે પડવા માંડી છે. દેવદ્રવ્યનો ઉપયોગ કરીને મોટાભાગનાં શ્રી જિનમંદિરો તૈયાર થાય છે. એમાં કેટલો અપવ્યય થાય છે તેનો વિચાર કરવાનું પણ લગભગ આવશ્યક જણાતું નથી. સુવિહિત પૂ. સાધુભગવંતો પાસેથી ઉચિત વિધિનું જ્ઞાન મેળવી ખૂબ જ ઉદારતાપૂર્વક શ્રી જિનાલયનું નિર્માણકાર્ય સ્વદ્રવ્યથી કરવું જોઇએ. જ્યાં સ્વદ્રવ્યથી પૂજા કરવાનું પણ શક્ય લાગતું ન હોય એક પરિશીલન
૧૬૯
Page #173
--------------------------------------------------------------------------
________________
ત્યાં સ્વદ્રવ્યથી શ્રી જિનાલયના નિર્માણની વાત કરવાનું થોડું વિચિત્ર જ લાગશે. પરંતુ એમાં વાંક શાસ્ત્રકાર પરમર્ષિઓનો નથી, આપણી અનુદારતાનો છે. //પ-પી
આ રીતે શ્રી જિનાલયના નિર્માણના કાર્ય માટે ભૂમિસંબંધી વિધિ જણાવીને હવે તેની સામગ્રીસંબંધી વિધિ જણાવાય છે–
इष्टकादि दलं चारु दारु वा सारवनवम् ।
વાઘરીયા પ્રાહિં મૂક્યોરિત્યેન યત્નતિઃ -દ્દા इष्टकादीति-आदिना पाषाणादिग्रहः । चारु गुणोपेतं । दारु वा चारु । यलानीतं देवताधुपवनादेः प्रगुणं च । सारवत् स्थिरं खदिरसारवत् । गवादीनामपीडा बहुभारारोपणकृतपीडापरिहाररूपा तया । मूल्यौचित्येन ग्राह्यं तत्कारिवर्गतः । तद्ग्रहणं च पूर्णकलशादिसुशकुनपूर्वं श्रेयः । सुशकुनश्च चित्तोत्साहानुग રૂતિ બાવનીયમ્ Iક-દ્દા
સારી ઇંટ વગેરે અને મજબૂત સારવાળું લાકડું, બળદ વગેરેને પીડા ન થાય તે રીતે ઉચિત મૂલ્ય વડે શકુનાદિપૂર્વક લેવું.” – આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી જિનાલયના નિર્માણ માટે ઇંટ અને પાષાણ વગેરે સુંદર ગુણથી યુક્ત લેવા. લાકડું પણ સુંદર દેવતાદિથી અધિષ્ઠિત એવા ઉપવન કે વનાદિથી લાવેલું, સીધું અને ખદિરાદિ લાકડાની જેમ સારભૂત લેવું.
એ ઇંટ, પાષાણ કે લાકડા વગેરે લાવતી વખતે, તેને વહન કરનારા બળદ વગેરે ઉપર અધિક ભાર નાખવાથી અથવા તો વધારે પડતા ફેરા કરાવવાથી બળદ વગેરેને પીડા ન પહોંચે તેનો ખ્યાલ રાખવો. ઇંટ, પાષાણ વગેરે લેતી વખતે તેને બનાવનારા પાસેથી તે અંગે જે ઉચિત મૂલ્ય હોય તે આપીને તે સામગ્રી લેવી. “દેરાસર માટે જોઇએ છે. સારામાં સારી સામગ્રી આપશો અને વ્યાજબી ભાવ લેશો.”.. વગેરે કહીને તે તે સામગ્રી લેવી નહિ.
આ પ્રમાણે સામગ્રીનું ગ્રહણ પણ સુંદર પાણીથી ભરેલા કળશ વગેરે શુભ શકુનો પૂર્વકનું હોય તો તે કલ્યાણનું કારણ બને છે. સુશકુનો ચિત્તના ઉત્સાહને અનુસરતાં હોય છે અર્થાત્ ચિત્તના ઉત્સાહને સૂચવનારાં એ સુશકુનો હોય છે. ચિત્તનો ઉત્સાહ અત્યંતર શકુન છે અને પૂર્ણકળશાદિ બાહ્ય શુભ શકુનો છે, જે અત્યંતર શકુનને જણાવે છે. આ વિષયમાં ચૌદમી બત્રીશીમાં વર્ણવેલા ત્રિવિધ પ્રત્યયોનું પણ અનુસંધાન કરી લેવું જોઈએ. આશય એ છે કે આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિંગપ્રત્યય - આ ત્રણ પ્રત્યય છે. કરવા ધારેલાં અનુષ્ઠાનો ફલપ્રદ થશે કે નહિ આવી શંકાને દૂર કરવાનું કાર્ય પ્રત્યય કરે છે. આત્માને કરવાની ઇચ્છા હોય, આપણા એ ઈષ્ટને કરવાનું ગુરુભગવંત કહેતા હોય અને એ કરતી વખતે શુભશકુનો થતાં હોય ત્યારે આ રીતે ત્રણ પ્રત્યયથી કરાતું કાર્ય સિદ્ધ થતું હોય છે. આવી જ રીતે શ્રી જિનમંદિરના ૧૭૦
ભક્તિ બત્રીશી
Page #174
--------------------------------------------------------------------------
________________
નિર્માણ પ્રસંગે ઇંટ, પાષાણ અને કાષ્ઠ વગેરે ગ્રહણ કરતી વખતે ત્રિવિધ પ્રત્યયને અનુસરવાનું આવશ્યક છે, જેથી વિના વિલ્બ કાર્યની સિદ્ધિ અવશ્ય થશે. પ-ell. શ્રી જિનાલયના નિર્માણ પ્રસંગે નોકરીની સાથે કઈ રીતે વર્તવું તે જણાવાય છે–
भृतका अपि सन्तोष्याः स्वयं प्रकृतिसाधवः । धर्मो भावेन न व्याजाद् धर्ममित्रेषु तेषु तु ॥५-७॥
भृतका इति-स्वयं प्रकृतिसाधव एव भृतका नियोज्याः । तेऽपि सन्तोष्याः । तेषामपि धर्मनिमित्तत्वेन धर्ममित्रत्वात् तेषु वञ्चनविरहितभावेनैव धर्मोपपत्तेः ।।५-७।।
સ્વભાવથી સરળ એવા નોકરોને પણ સંતોષવા. કારણ કે ધર્મ, ભાવથી થાય છે. તેથી ધર્મમાં સહાયક એવા તેમના વિશે છળ-પ્રપંચ કરવાથી ધર્મ ન થાય.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે શ્રી જિનાલયના નિર્માણકાર્ય માટે સ્વભાવથી જ પોતે સરળપરિણામી હોય એવા નોકરો વગેરે કાર્યકરોને રાખવા અને તેમને પણ યોગ્ય વેતન (પગાર) વગેરે આપીને સંતોષ આપવો જોઇએ. “તમે પણ શ્રી જિનાલયના નિર્માણમાં સહાયક છો'... ઇત્યાદિ રીતે વચનોથી તેમને પ્રસન્ન કરવા. એ નોકર કે મજૂર છે, એમ વિચારવાને બદલે શ્રી જિનાલયના નિર્માણકાર્ય સ્વરૂપ ધર્મમાં કારણ હોવાથી ખરી રીતે તેમને ધર્મમિત્ર માનવા જોઇએ. આવા ધર્મમિત્રોને વિશે કોઈ પણ જાતનું કપટ વગેરે કરવું નહિ. ગમે તે રીતે પૈસા ઓછા આપીને તેમની પાસેથી કામ વધારે લેવું; તેમને સમયસર પગાર આપવો નહિ અને આવશ્યક હોવા છતાં રજા ન આપવી.. વગેરે દ્વારા તેમને ઠગવા નહિ. કારણ કે એવા વિશુદ્ધ ભાવથી જ ધર્મની ઉપપત્તિ થાય છે. અન્યથા ધર્મસંગત નહીં બને. ઉદારતાનો આશય ન હોય તો ઉપર જણાવ્યા મુજબ નોકર વગેરે કર્મકરોની પ્રત્યે ધર્મમિત્રનો ભાવ નહિ આવે. //પ-શી
શ્રી જિનાલયના નિર્માણના વિષયમાં ભૂમિ વગેરે બાહ્ય શુદ્ધિને આશ્રયીને વિધિ જણાવીને હવે આંતરિક ભાવના વિષયમાં વિધિ જણાવાય છે–
स्वाशयश्च विधेयोऽत्रानिदानो जिनरागतः ।
अन्यारम्भपरित्यागाज्जलादियतनावता ॥५-८॥ स्वाशयश्चेति-स्वाशयश्च शुभाशयश्च विधेयः । अत्र जिनभवनकृत्ये । अनेनालम्बनत्वाख्यविषयतया शुद्धिरभिहिता । अनिदानो निदानरहितः । जिनरागतो भगवद्भक्तेः । अनेनोद्देश्यत्वाख्यविषयतया शुद्धिरभिहिता । अन्येषां गृहादिसम्बन्धिनामारम्भाणां परित्यागात् । जलादीनां या यतना स्वकृतिसाध्यजीवपीडापरिहाररूपा तद्वता । अनेन साध्यत्वाख्यविषयतया शुद्धिरभिहिता ।।५-८॥
એક પરિશીલન
૧૭૧
Page #175
--------------------------------------------------------------------------
________________
અન્ય (ગૃહાદિસંબંધી) આરંભના પરિત્યાગથી જલાદિની યતનાવંતે શ્રી જિનાલયના નિર્માણકાર્યના વિષયમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવ પ્રત્યેની ભક્તિથી નિયાણાથી રહિત એવો શુભ આશય કરવો જોઈએ. (અર્થાત્ એવા શુભ આશયથી શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરવું જોઈએ.) - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે શ્રી જિનાલયના નિર્માણકાર્યમાં શુભ આશય કેળવવો જોઈએ. શ્રી તીર્થંકર પરમાત્માની ભક્તિના આશયથી જ એ કાર્ય કરવું જોઈએ. પોતાની કીર્તિ કે ખ્યાતિ વધે... વગેરે કોઈ પણ જાતના આ લોકસંબંધી કે પરલોકસંબંધી ફળની અપેક્ષાથી રહિત બની માત્ર તરવાના આશયથી શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરવું જોઈએ. તેમ જ ગૃહાદિસંબંધી અન્ય આરંભોનો ત્યાગ કરીને જલાદિસંબંધી યતનાપૂર્વક શ્રી જિનમંદિર બંધાવવું જોઇએ. શક્ય પ્રયત્ન જલાદિ જીવોની પીડાનો પરિહાર કરવા સ્વરૂપ યતના છે. શ્રી જિનાલયનું અહીં નિર્માણ કરાય છે તેથી કૃતિનો વિષય મંદિર છે અને તેના વિષય શ્રી વીતરાગપરમાત્મા છે. આ રીતે આલંબનસ્વરૂપ વિષય શુદ્ધ છે. એ વિષયમાં રહેલી વિષયતા આલંબનતા નામવાળી છે. દ્વારા શાત્ર વિધેયઃ આ પ્રમાણે કહેવાથી આલંબનતાગ(નામવાળી)વિષયતાને લઈને શુદ્ધિનું વર્ણન કર્યું છે.
નિલાનો રિનરીતિઃ આ પ્રમાણે કહેવાથી શ્રી જિનાલયની ઉદ્દેશ્યતાને લઈને શુદ્ધિનું વર્ણન કર્યું છે. શ્રી જિનાલયનો ઉદ્દેશ્ય આ લોક કે પરલોકસંબંધી કોઈ પણ જાતનું ફળ નથી. માત્ર પરમાત્માની ભક્તિના ઉદ્દેશથી જ શ્રી જિનાલય બંધાવાય છે. તેથી તે ઉદ્દેશ્યમાં રહેલી ઉદ્દેશ્યતાસ્વરૂપ વિષયતાને આશ્રયીને શુદ્ધિનું વર્ણન કર્યું છે.
શ્રી જિનાલયના નિર્માણકાર્યથી સાધ્ય વિરતિ હોવાથી તેને લઇને ચાર”પરિત્યાMનાવિયતનાવતા – આ પ્રમાણે કહીને સાધ્યત્વાખ્યવિષયતાને આશ્રયીને શુદ્ધિ વર્ણવી છે. આરંભ પરિત્યાગ અને યતના સાધ્ય છે. એમાં રહેલી સાધ્યત્વાખ્યવિષયતાને આશ્રયીને આશયશુદ્ધિ કારમ. ઈત્યાદિથી જણાય છે.
આલંબન, ઉદ્દેશ્ય અને સાધ્ય : આ ત્રણેય શ્રી જિનાલયના નિર્માણકાર્યમાં શુદ્ધ હોવાં જોઈએ. અન્યથા વિવલિત ફળની પ્રાપ્તિ નહિ થાય. આ શ્લોકમાંનું ‘નિલાને પદ ધ્યાનમાં રાખવાની ખૂબ જ આવશ્યકતા છે. પરમતારક શ્રી જિનાલયનું નિર્માણ કાર્ય કરતી વખતે પણ આ લોક કે પરલોકસંબંધી કોઇ પણ ફળની આશંસા જો રાખવાની ન હોય તો શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક ધર્મની આરાધના કરતી વખતે એવી આશંસા કઈ રીતે રાખી શકાય? I૫-૮
આ રીતે આરંભનો ત્યાગ કરવાથી યતનાપૂર્વક પણ શ્રી જિનમંદિરના નિર્માણમાં આરંભ તો થાય છે અને તેથી પાપબંધ પણ થાય છે તો તે વિવક્ષિત ફળનું કારણ કઈ રીતે થાય - આ શંકાનું સમાધાન કરતાં જણાવાય છે–
૧૭૨
ભક્તિ બત્રીશી
Page #176
--------------------------------------------------------------------------
________________
इत्थं चैषोऽधिकत्यागात् सदारम्भः फलान्वितः ।
प्रत्यहं भाववृद्ध्याप्तै र्भावयज्ञः प्रकीर्तितः ॥५-९॥ इत्थमिति-इत्थं च यतनावत्त्वे च । एष प्रकृत आरम्भः । अधिकत्यागानिष्फलाधिकारम्भनिवृत्तेः । फलान्वितः श्रेयः-फलयुक्तः सदारम्भः । प्रत्यहं प्रतिदिवसं । भाववृद्ध्या कृताकृतप्रत्युपेक्षणादिशुभाशयानुबन्धरूपया । आप्तैः साधुभिः । भावयज्ञो भावपूजारूपः प्रकीर्तितः । तदाह-"एतदिह भावयज्ञः" इति । न चैवं द्रव्यस्तवव्यपदेशानुपपत्तिः, द्रव्यभावयोरन्योऽन्यसमनुवेधेऽपि द्रव्यप्राधान्येन तदुपपादनादिति દ્રષ્ટવ્યમ્ || -૬/l.
આ પ્રમાણે યતના હોવાથી નિષ્ફળ એવા આરંભની નિવૃત્તિના કારણે આ શ્રી જિનાલયના નિર્માણનો આરંભ કલ્યાણનું કારણ બને છે. દરરોજ ભાવની વૃદ્ધિ થતી હોવાથી તે કાર્યને ભાવયજ્ઞ તરીકે વર્ણવ્યું છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. તેનો આશય એ છે કે – પૂર્વે જણાવ્યા મુજબની વિધિ અનુસાર શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરતી વખતે નિષ્ફળ (બિનજરૂરી) અન્ય આરંભનો ત્યાગ કરવાથી; જયણાથી યુક્ત જે આરંભ થાય છે; તે કલ્યાણકર ફળનું કારણ બને છે.
શ્રી જિનાલયના નિર્માણકાર્યના કાળમાં દરરોજ “કેટલું કામ થયું, કેટલું કામ બાકી છે; એ બાકીનું કામ કેવી રીતે વિલંબ વિના પૂર્ણ કરવું...' ઇત્યાદિ શ્રી જિનમંદિર સંબંધી વિચારણામાં મગ્ન હોવાથી ભાવની વૃદ્ધિ થાય છે. આવા શુભ આશયના અનુબંધના કારણે આ સદારંભને (શ્રી જિનમંદિરના નિર્માણકાર્યને) આત-સાધુજનોએ ભાવયજ્ઞ અર્થાત ભાવપૂજા સ્વરૂપ વર્ણવ્યો છે. ષોડશકપ્રકરણના છઠ્ઠા ષોડશકની ચૌદમી ગાથામાં નંદિ માવલ: આ પદોથી ઉપર જણાવ્યા મુજબ સદારંભને ભાવપૂજા-ભાવયજ્ઞ સ્વરૂપ વર્ણવ્યો છે.
“આ રીતે શ્રી જિનાલયના નિર્માણકાર્યને ભાવપૂજાસ્વરૂપ ભાવયજ્ઞરૂપે વર્ણવવામાં આવે તો તેને દ્રવ્યસ્તવ તરીકે વર્ણવવાનું ઉચિત નથી' - આ પ્રમાણે નહિ કહેવું જોઇએ; કારણ કે આ સદારંભમાં દ્રવ્ય અને ભાવમાં એકબીજાનો સારી રીતે અનુવેધ હોવા છતાં શ્રી જિનાલયના નિર્માણકાર્યમાં દ્રવ્યનું (ધનાદિ દ્રવ્યનું) પ્રાધાન્ય હોવાથી તે કાર્યને દ્રવ્યસ્તવ તરીકે ઉપપન્ન કર્યું છે, તેથી તેમાં કોઈ દોષ નથી. ઉપર જણાવ્યા મુજબ વિધિ અને શુદ્ધિપૂર્વક કરાયેલું આ શ્રી જિનાલયનું નિર્માણકાર્ય દ્રવ્યસ્તવ સ્વરૂપ હોવા છતાં શ્રી તીર્થંકર પરમાત્માની પરમતારક આજ્ઞાની આરાધના સ્વરૂપ ભાવથી ગભિત હોવાથી ભાવપૂજાસ્વરૂપ પણ છે. //પ-૯ શ્રી જિનાલયના નિર્માણ પછી જે કરવાનું છે તે જણાવાય છે–
जिनगेहं विधायैवं शुद्धमव्ययनीवि च । द्राक् तत्र कारयेद् बिम्बं साधिष्ठानं हि वृद्धिमत् ॥५-१०॥
એક પરિશીલન
૧૦૩
Page #177
--------------------------------------------------------------------------
________________
जिनगेहमिति-अव्ययनीवि परिपालनसंवर्धनद्वाराऽहीयमानमूलधनम् ।।५-१०॥
“આ રીતે શુદ્ધ શ્રી જિનમંદિર અને અક્ષયનીવિને કરીને જેમ બને તેમ શીઘ શ્રી જિનબિંબ કરાવવું. કારણ કે શ્રી જિનબિંબના અધિષ્ઠાનવાળું શ્રી જિનાલય વૃદ્ધિને પામે છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે જણાવેલા વિધિવિધાનથી શ્રી જિનાલયનું નિર્માણ કરીને પૂ. સાધુભગવંતોને સોંપી ના દેવું. “આ તમને સોંપ્યું. જીર્ણ-શીર્ણ થાય તો તમે જ તેની સારસંભાળ રાખશો...વગેરે કહીને શ્રી જિનાલયના સારસંભાળની જવાબદારી પૂ. સાધુભગવંતનો ઉપર નાંખવી નહિ પરંતુ અક્ષયનીવિનું નિર્માણ કરી ભવિષ્યમાં શ્રી જિનાલયની સુરક્ષા સરળતાથી થાય તેમ કરવું. શ્રી જિનાલયના જીર્ણોદ્ધારાદિ માટે સ્થાપન કરેલી મૂડી(મૂલધન)ને અક્ષયનીવિ કહેવાય છે. શક્ય પ્રયત્ન તેનો ઉપયોગ કર્યા વિના તેનું પરિપાલન અને સંવર્ધન કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. જેથી ભવિષ્યમાં કોઈ વાર વિષમસ્થિતિમાં શ્રી જિનાલયની સારસંભાળ સારી રીતે કરી શકાય. આ રીતે શ્રી જિનમંદિરોનું નિર્માણકાર્ય કરાય તો શ્રી જિનાલયોના જીર્ણોદ્ધારાદિનાં કાર્યો વ્યવસ્થિત થાય. આ વિષયમાં વર્તમાન કાર્યપદ્ધતિનો નવેસરથી વિચાર કરવાની આવશ્યકતા છે. શ્રી જિનાલયનું નિર્માણ, તેનો જીર્ણોદ્ધાર, તેની સારસંભાળ અને તેનો વહીવટ તેમ જ આ બધામાં પૂ. સાધુભગવંતોનો પુરુષાર્થ... વગેરે બાબતો ફરીથી વિચારણા માંગે છે. આ શ્લોકમાં જણાવ્યા મુજબ આપત્કાલમાં જેનો ઉપયોગ કરવાનો છે એવાં દ્રવ્યોથી નૂતન મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે - એ કેટલા અંશે ઉચિત છે, તે વિચારવું જોઈએ.
શ્રી વીતરાગપરમાત્માનું મંદિર પૂર્ણ થયે છતે તુરત જ શ્રી જિનબિંબ ભરાવીને શ્રી જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવું જોઇએ. કારણ કે શ્રી જિનબિંબથી અધિષ્ઠિત થયેલું એ મંદિર વૃદ્ધિવાળું બને છે. //પ-૧ના શ્રી વીતરાગપરમાત્માના પરમતારક બિંબના નિર્માણને આશ્રયીને વિધિ જણાવાય છે–
विभवोचितमूल्येन कर्तुः पूजापुरस्सरम् ।
देयं तदनघस्यैव यथा चित्तं न नश्यति ॥५-११॥ विभवेति-पूजाभोजनपत्रपुष्पफलादिना । अनघस्याव्यसनस्य । एवकारेण स्त्रीमधद्यूतादिव्यसनिनो निषेधः । यथा येन प्रकारेण । चित्तं न नश्यति । कारयितृवैज्ञानिकयोः कालुष्यलक्षणः चित्तनाशो न भवति । प्रतिषिद्धो होष धर्मप्रक्रमेऽमङ्गलरूपस्तत्त्वज्ञैरिति ।।५-११।।
“પોતાની સંપત્તિને અનુરૂપ મૂલ્ય આપવા વડે; (શ્રી જિનબિંબના કર્તા શિલ્પીની) ભોજનપાનપુષ્પાદિથી પૂજા કરવા પૂર્વક; જે રીતે બંન્નેના ચિત્તનો નાશ ન થાય તે રીતે જુગારાદિ વ્યસનથી રહિત એવા શિલ્પીને શ્રી જિનબિંબ ઘડાવવા (ભરાવવા) આપવું.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
૧૭૪
ભક્તિ બત્રીશી
Page #178
--------------------------------------------------------------------------
________________
કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ વિધિપૂર્વક નિર્માણ પામેલા શ્રી જિનાલયમાં બિરાજમાન કરવા માટે શ્રી જિનબિંબ ભરાવવું જોઇએ. જે શિલ્પીને આ કાર્ય સોંપવાનું છે; તે કાર્ય અંગે પોતાની સંપત્તિ પ્રમાણે ઉચિત મૂલ્ય આપવું જોઇએ. કોઇ પણ જાતની કૃણતા કર્યા વિના ઉદારતાપૂર્વક આ કાર્ય કરવું જોઇએ. આ કાર્ય કરનાર શિલ્પીને કાર્ય સોંપતાં પૂર્વે; ભોજન કરાવવું, પાનનું બીડું આપવું, પુષ્પ અર્પણ કરવાં અને શ્રીફળાદિ આપવાં... વગેરે રીતે તેની પૂજા કરવી. પ્રતિમાજી ભરાવવા માટે શિલ્પી એવો પસંદ કરવો કે જે સ્ત્રી-મદિરા અને જુગાર વગેરેનો વ્યસની ન હોય. અન્યથા વ્યસનવાળા શિલ્પીને પ્રતિમાજી ઘડવાનું કાર્ય સોંપવામાં આવે તો કાલાંતરે પ્રતિમાજી ભરાવનારને પશ્ચાત્તાપ (આને ક્યાં કામ આપ્યું, ન આપ્યું હોત તો સારું થાત... ઇત્યાદિ રીતે પશ્ચાત્તાપ) થશે અને શિલ્પી-વૈજ્ઞાનિકને ઠપકો સાંભળવાનો પ્રસંગ આવશે. તેથી વ્યસનથી રહિત જ શિલ્પીને; કરનાર વૈજ્ઞાનિક અને કરાવનાર ગૃહસ્થ બંનેના ચિત્તનો અનુક્રમે ઉપાલંભ (ઠપકો) અને અનુશય (પશ્ચાત્તાપ) દ્વારા વિનાશ ન થાય એ રીતે પ્રતિમાજી ભરાવવાનું કામ આપવું જોઇએ. તત્ત્વના જાણકારોએ ધર્મકાર્ય પ્રારંભે અમંગલસ્વરૂપ એવા આ ચિત્તવિનાશનો નિષેધ કર્યો છે. તેથી પ્રતિમાજી ભરાવવા સ્વરૂપ પરમમંગલકાર્યમાં ચિત્તનો વિનાશ ન થાય – એનું ચોક્કસ ધ્યાન રાખવું જોઇએ. શિલ્પી, મહેતાજી, કાર્યકર્તા વગેરે પૈસા લઇ ગયા... વગેરે પ્રકારની અનેક ફરિયાદો આજે સાંભળવા મળે છે. માટે આ વિષયમાં ચોક્કસ ખાતરી કરીને જ કાર્ય સોંપવું જોઇએ. અન્યથા સંક્લિષ્ટ ચિત્ત બન્યા વિના નહિ રહે. સંક્લિષ્ટ કાર્યો સ્વ-૫૨ના હિતને કરનારાં નહીં થાય : એ યાદ રાખવું જોઇએ. ॥૫-૧૧॥
ઉપર જણાવ્યા મુજબ બિંબ ભરાવનાર અને શિલ્પી : એ બંનેના ચિત્તનો નાશ ન થાય એ માટે નિર્વ્યસનીને જ તે કાર્ય કરવા માટે આપવું જોઇએ. તેથી બંનેના સંબંધમાં કોઇ પણ જાતની વિકલતા પ્રાપ્ત થતી નથી. થોડો પણ ચિત્તનો ભેદ ફળની હાનિને કરે છે. તેથી બંનેના સંબંધમાં કોઇ પણ પ્રકારની વિકલતા ન જ આવવી જોઇએ. આથી સમજી શકાશે કે શ્રી જિનબિંબના નિર્માણકાર્યમાં ભાવનું જ પ્રાધાન્ય છે. એ ભાવનું પ્રાધાન્ય જણાવાય છે—
यावन्तश्चित्तसन्तोषास्तदा बिम्बसमुद्भवाः ।
तत्कारणानि तावन्तीत्युत्साह उचितो महान् ॥५- १२॥
यावन्त इति—तदा बिंबकारणे । तावन्ति तावद्विबकारणसाध्यफलोदयात् ।।५-१२।। “શ્રી જિનબિંબ કરાવતી વખતે; બિંબના કારણે ઉત્પન્ન થયેલા જેટલા ચિત્તના સંતુષ્ટ પરિણામો છે તે બધા જ બિંબના નિર્માણકાર્યનાં કારણ છે. તેથી ઉચિત ઉત્સાહ મહાન છે.” – આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે ઉપર જણાવ્યા મુજબ વિધિપૂર્વક શ્રી જિનબિંબ ભરાવવાથી બંન્નેના ચિત્તનો નાશ થતો નથી. જેમ જેમ બિંબ ભરાવવાનું કાર્ય આગળ
એક પરિશીલન
૧૭૫
Page #179
--------------------------------------------------------------------------
________________
આગળ ચાલવા માંડે છે તેમ તેમ બિંબ ભરાવનારને ચિત્તમાં સંતોષ (પ્રીતિવિશેષ) ઉત્પન્ન થાય છે. એ બધા જ ચિત્તપરિણામો બિંબની નિર્મિતિમાં કારણ બને છે. કારણ કે તાત્ત્વિક રીતે તે પરિણામોથી જ બિંબ ભરાવવાના કાર્યની સમાપ્તિ થાય છે. બિંબ કરાવવા સ્વરૂપ સાધ્ય-ફળની પ્રાપ્તિ, એ ચિત્તના સંતોષોથી થાય છે. ભાવને અનુરૂપ ફળ પ્રાપ્ત થતું હોવાથી અહીં પ્રીતિવિશેષ સાનુબંધ (ઉત્તરોત્તર વૃદ્ધિમત) કરવો જોઈએ. જે ઉત્સાહથી કાર્યનો આરંભ કર્યો હતો તેની અપેક્ષાએ કાર્યની સમાપ્તિ સુધી એ ઉત્સાહ વધતો રહેવો જોઇએ. “કામ શરૂ કર્યું છે તો હવે પતાવો”. ઈત્યાદિ રીતે ઉત્સાહભંગ થવો ના જોઈએ. અન્યથા બિંબનિર્માણાદિ કાર્યમાં ભલીવાર નહિ રહે. આથી સમજી શકાશે કે કાર્યની સિદ્ધિમાં ઉચિત ઉત્સાહ(ચિત્તના સંતોષાત્મક પરિણામ)નું પ્રાધાન્ય છે. ઔદાર્ય અને ધૈર્ય વગેરે ગુણો ન હોય તો ચિત્તનો ઉત્સાહ જાળવવાનું ખૂબ જ કઠિન છે. લોકોત્તર અનુષ્ઠાનો તાત્ત્વિક રીતે ઉત્સાહને લઈને પરમનિર્જરાનાં કારણ બને છે. પ-૧રા ચિત્તનો વિનાશ નહિ કરવાનું જણાવવા પાછળ જે આશય છે, તેને સ્પષ્ટ કરાય છે
तत्कर्तरि च याऽप्रीतिस्तत्त्वतः सा जिने स्मृता ।
पूर्या दौर्हृदभेदास्तज्जिनावस्थात्रयाश्रयाः ॥५-१३॥ तत्कर्तरि चेति-तत्कर्तरि च बिम्बनिर्मातरि च । याऽप्रीतिः सा तत्त्वतः फलतो जिने स्मृता । तदालम्बनकाया अपि तस्या जिनोद्देशकत्वात् । सा च सर्वापायहेतुरिति तत्परिहारे यलो विधेयः । तदाह“अप्रीतिरपि च तस्मिन् भगवति परमार्थनीतितो ज्ञेया । सर्वापायनिमित्तं ह्येषा पापा न कर्तव्या ।।१।।" तदप्रीतेः सर्वथा परिहार्यत्वात् । दौ«दभेदाः शिल्पिगता बालकुमारयुवलक्षणावस्थात्रयगामिनो मनोरथाः । तदवस्थात्रयमनादृत्य जिनावस्थात्रयाश्रयाः प्रतिमागतावस्थात्रयोद्भावनेन मनसोत्थापिताः सन्तः पूरणीयाः क्रीडनकाधुपढौकनादिना । इत्थमेव भगवद्भक्तिप्रकर्षापपत्तेः । यदाह-“अधिकगुणस्थैर्नियमात् कारयितव्यं स्वदौर्हदैर्युक्तम् । न्यायार्जितवित्तेन तु जिनबिम्बं भावशुद्धेन ॥१॥' अत्रावस्थात्रयगामिनो बुधै «दाः समाख्याताः बालाद्याश्चैत्ता यत्तत् क्रीडनकादिदेयमिति ॥५-१३॥
“શ્રી જિનબિંબના કર્તા(નિર્માતા) શિલ્પીને વિશે જે અપ્રીતિ છે; તે વાસ્તવિક રીતે શ્રી જિનેશ્વરદેવસંબંધી જ જાણવી અર્થાત્ એવી અપ્રીતિના પરિહાર માટે પ્રયત્ન કરવો જોઈએ. તેમ જ શિલ્પીને તેની ત્રણ અવસ્થાને લઈને ઉત્પન્ન થયેલા મનોરથો ખરેખર તો શ્રી જિનની જ અવસ્થાત્રયને લઈને તે મનોરથો છે - એમ માનીને પૂર્ણ કરવા જોઇએ.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો ભાવ એ છે કે – શ્રી વીતરાગપરમાત્માના પરમતારક બિંબને કરનાર શિલ્પીને વિશે કોઈ પણ કારણસર અપ્રીતિ થાય તો તે દેખીતી રીતે શિલ્પીના કારણે થયેલી દેખાતી હોવા છતાં ખરી રીતે તો તે પરમાત્માને ઉદ્દેશીને જ થયેલી માનવી જોઈએ. એ અપ્રીતિ સર્વ અપાયોનું
ભક્તિ બત્રીશી
૧૭૬
Page #180
--------------------------------------------------------------------------
________________
કારણ હોવાથી તેને દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. શ્રી ષોડશકપ્રકરણમાં (૭-૭) એના અનુસંધાનમાં જણાવ્યું છે કે - “શિલ્પીને વિશે કરાયેલી અપ્રીતિ પણ પરમાર્થથી ભગવાન શ્રી જિનેશ્વરદેવને વિશે જાણવી. આ અપ્રીતિ સર્વ અપાયનું નિમિત્ત છે. તેથી પાપસ્વરૂપ આ અપ્રીતિ કરવી નહિ.” તેથી શિલ્પીને વિશે થતી અપ્રીતિ સર્વથા પરિહાર(ત્યાગ) કરવા યોગ્ય છે. શિલ્પી પ્રત્યે અપ્રીતિ તો કરવી જ નહિ' - એ પ્રમાણે જણાવી ઉત્તરાર્ધથી તેને પ્રીતિ થાય એ પ્રમાણે કરવાનું જણાવ્યું છે.
એનો આશય એ છે કે પ્રતિમાજીનું નિર્માણકાર્ય કરતી વખતે શિલ્પીને જે જે વિશિષ્ટ મનોરથો થાય તે તે મનોરથો વિના વિલંબે પૂર્ણ કરવા જોઇએ. સામાન્યથી પ્રતિમાજીનો નિર્માતા શિલ્પી બાલ, કુમાર અને યુવાન હોય છે. તેને પોતાની અવસ્થાનુસાર રમકડાથી રમવાની, મિત્રોની સાથે હરવા-ફરવાની અને ભોજનવિશેષ... વગેરેની ઇચ્છા થાય - એ બનવાજોગ છે. એ ઇચ્છાઓને તુરત જ પૂરી કરી દેવાનું ખાસ ધ્યાન રાખવું. એ વખતે બાલાદિ અવસ્થા શિલ્પીની છે – એમ માન્યા વિના પરમાત્માની જ એ ત્રણ અવસ્થા સમજીને પરમાત્માની જ ઇચ્છાને આપણે પૂર્ણ કરી રહ્યા છીએ - એમ સમજવું. એ અવસ્થાત્રયનું પ્રતિમાજીમાં ઉદ્દભાવન કરી મનમાં ઉત્પન્ન થયેલા એ શિલ્પીના મનોરથો; રમકડાં વગેરે આપવા વડે વિલંબ વિના પૂર્ણ કરવા જોઈએ. અન્યથા શિલ્પીની તે તે ઇચ્છાઓ પૂર્ણ નહિ થવાના કારણે તેને અપ્રસન્નતા પ્રાપ્ત થશે. જેથી પરિણામે પ્રતિમાજી ભરાવવાનું કાર્ય બગડશે. તેથી શિલ્પીના મનોરથો શિલ્પીના નથી, પરંતુ શ્રી જિનેશ્વરદેવની અવસ્થાત્રયને (બાલ-કુમાર-યુવાનાવસ્થાત્રયને) આશ્રયીને પ્રતિમાજીમાં ઉભાવન કરાયેલી અવસ્થાત્રયના જ એ મનોરથો છે - એમ માનીને તે પૂર્ણ કરવા જોઈએ. આ રીતે કરવાથી જ ભગવાન પ્રત્યેની ભક્તિનો પ્રકર્ષ સંગત થાય છે.
એ પ્રમાણે શ્રી ષોડશકપ્રકરણમાં કહ્યું પણ છે કે- “અધિક ગુણવાળા એવા પરમાત્માસંબંધી શિલ્પીને પોતાને થયેલા જે મનોરથો છે; તેનાથી યુક્ત એટલે કે તેને પૂરા કરવા દ્વારા ચોક્કસપણે ન્યાયથી પ્રાપ્ત થયેલા ધનથી નિર્મળ અંત:કરણે શ્રી જિનબિંબ કરાવવું જોઇએ. (૭-૮) અહીં શ્રી જિનબિંબ કરાવવાના પ્રસંગે બાલાદિ અવસ્થાત્રણને અનુસરનારા મનોરથો વિદ્વાનોએ કહ્યા છે. શિલ્પીના ચિત્તમાં ઉદ્દભવેલા એ બાલાદિ અવસ્થાનુરૂપ મનોરથો હોય; તેથી તે ઇચ્છાઓની પૂર્તિ માટે રમકડાં વગેરે આપવાં જોઈએ.” (૭-૯).
આ રીતે ઉપયોગપૂર્વક શિલ્પીની તે તે ઇચ્છાઓને પૂર્ણ કરવાથી ચોક્કસ જ કાર્યની સિદ્ધિ થાય છે. ચાલુ વ્યવહારમાં પણ જેમની પાસેથી કામ લેવાનું છે; તે કાર્યકરોની તે તે જરૂરિયાત અંગે ખૂબ જ ઉપયોગપૂર્વક ધ્યાન આપીએ અને તેઓને તે અંગે કહેવાની જરૂર જ ન પડે તો તે કાર્યકરો આપણું કામ સજ્વર અને સરસ કરી આપે છે – એ આપણે નજરે જોઈએ એક પરિશીલન
૧૭૭
Page #181
--------------------------------------------------------------------------
________________
છીએ. તેથી પ્રતિમાજી ભરાવતી વખતે એ રીતે ધ્યાન રાખી શિલ્પીને ખુશ રાખવો જોઈએ - એ પરમાર્થ છે. I૫-૧all શ્રી જિનબિંબ કરાવતી વખતે જે વિશેષ વિધિ કરવાનો છે તે જણાવાય છે–
स्ववित्तस्थेऽन्यवित्ते तत्पुण्याशंसा विधीयते ।
मन्त्रन्यासोऽर्हतो नाम्ना स्वाहान्तः प्रणवादिकः ॥५-१४॥ स्ववित्तस्थ इति-स्ववित्तस्थे कथञ्चित्स्वधनान्तः प्रविष्टे परवित्ते सति । तस्य परस्य पुण्याशंसा, अत्रस्थात्परधनांशात् परस्यापि पुण्यं भवत्वितीच्छारूपा विधीयते । एवं हि परकीयवित्तेन स्ववित्तानुप्रविष्टेन पुण्यकरणानभिलाषाभावशुद्धं न्यायार्जितं वित्तं भवतीति । तदिदमुक्तम्-“यद्यस्य सत्कमनुचितमिह वित्ते तस्य तज्जमिह पुण्यम् । भवतु शुभाशयकरणादित्येतद्भावशुद्धं स्यात् ॥१॥ इति । तथाऽर्हतोऽधिकृतस्य नाम्ना मध्यगतेन प्रणवादिकः स्वाहान्तश्च मन्त्रन्यासो विधीयते । मननत्राणहेतुत्वेनास्यैव परममन्त्रत्वात् । यदाह-“मन्त्रन्यासश्च तथा प्रणवनमःपूर्वकं च तन्नाम । मन्त्रः परमो ज्ञेयो મનનત્રાળ હતો નિયમાન્ 19 રૂતિ I4-9૪.
પોતાના ધનમાં ગમે તે રીતે બીજાનું ધન હોતે છતે તે વ્યક્તિને તેના પ્રમાણમાં પુણ્ય પ્રાપ્ત થાઓ – આવી ઇચ્છા સ્વરૂપ આશંસા, પ્રતિમાજી ભરાવતી વખતે કરાય છે. શ્રી અરિહંત પરમાત્માના નામ સાથે ૐ છે શરૂઆતમાં જેના અને સ્વાહા છે અંતમાં જેના એવો મંત્રજાસ કરાય છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રતિમાજી ભરાવવા માટે ન્યાયોપાત્ત સ્વદ્રવ્યનો ઉપયોગ કરવાનો છે. કોઈ કારણે એ ધનમાં જો પરધન આવી ગયું હોય તો આ પ્રતિમાજીના નિર્માણકાર્યથી તે ધનના સ્વામી(બીજા)ને પણ પુણ્ય પ્રાપ્ત થાઓ આવી ઇચ્છા રાખવી જોઈએ. આ રીતે પોતાના ધનમાં પ્રવેશેલા(આવી ગયેલા) બીજાના ધનથી પુણ્ય કરવાની ઇચ્છાનો અભાવ હોવાથી, ન્યાયથી ઉપાર્જેલું ધન ભાવશુદ્ધ બને છે. શ્રી ષોડશકપ્રકરણમાં એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે – “અહીં પ્રતિમાજીના નિર્માણમાં જે સ્વરૂપે જેટલા પ્રમાણમાં જેનું વિર(ધન) મારા વિત્તમાં જાણે-અજાણે આવી ગયું છે, તે પુરુષને તેટલા પ્રમાણમાં, પ્રતિમાજીના નિર્માણથી ઉત્પન્ન થયેલું પુણ્ય પ્રાપ્ત થાઓ ! - આ પ્રમાણે શુભાશય કરવાથી પ્રતિમાજીના નિર્માણ માટેનું ન્યાયપ્રાપ્ત વિત્ત ભાવશુદ્ધ બને છે. (૭-૧૦)” આવા ભાવશુદ્ધ સ્વદ્રવ્યથી પ્રતિમાજીનું નિર્માણકાર્ય કરાવવું.
તેમ જ અધિકૃત (કોઈ એક) શ્રી તીર્થંકર પરમાત્માનું નામ જેના મધ્યભાગમાં છે અને ૐ તથા સ્વાહા અનુક્રમે જેના પ્રારંભે અને પ્રાંતે છે એવો ( 7ષમા સ્વાહા.. ઇત્યાદિ) મંત્રન્યાસ કરવો જોઈએ. કારણ કે મનન કરવા માત્રથી રક્ષા કરતો હોવાથી તે જ પરમ મંત્ર
૧૭૮
ભક્તિ બત્રીશી
Page #182
--------------------------------------------------------------------------
________________
છે. આ વાત શ્રી ષોડશકપ્રકરણમાં નીચે મુજબ જણાવી છે. શ્રી જિનબિંબમાં મંત્રજાસ કરવો. ૩૪ નમઃ પૂર્વક શ્રી વીતરાગ પરમાત્માનું જ નામ છે તે પરમમંત્ર જાણવો. કારણ કે તેથી નિયમ કરી મનન (જ્ઞાન) અને ત્રાણ (રક્ષા) થાય છે. (૭-૧૧) આથી સ્પષ્ટ છે કે ૐ નમઃ વષમાય... ઈત્યાદિ પણ મંત્રન્યાસ કરી શકાય છે. શ્રી ષોડશકપ્રકરણનો પાઠ મંત્રન્યાસમાત્રના સંવાદ માટે અહીં જણાવ્યો છે. પ-૧૪
શ્રી જિનબિંબ સુવર્ણ, રત્ન કે પાષાણાદિનું બનાવીએ તો તેમ જ મોટું કે નાનું વગેરે રીતે બનાવીએ તો વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે કે સામાન્યથી પરિણામની વિશેષતાએ ફળવિશેષની પ્રાપ્તિ થાય છે - આ શંકાના સમાધાન માટે જણાવાય છે
हेमादिना विशेषस्तु न बिम्बे किन्तु भावतः ।
चेष्टया स शुभो भक्त्या तन्त्रोक्तस्मृतिमूलया ॥५-१५॥ हेमादिनेति-हेम सुवर्णमादिना रलादिग्रहः । तेन तु न विशेषः कश्चन बिम्बे । किं तु भावतः परिणामात् । स परिणामः । तन्त्रोक्तस्मृतिमूलया आगमवचनस्मरणपूर्विकया । चेष्टया प्रवृत्त्या । शुभो भवति । भक्तिबहुमानविनयादिलिङ्गानामागमानुसरणमूलत्वात् । तदिदमाह-बिम्बं महत् सुरूपं कनकादिमयश्च यः खलु विशेषः । नास्मात्फलं विशिष्टं भवति तु तदिहाशयविशेषात् ।।१॥ आगमतन्त्रः सततं तद्वद्भक्त्यादिलिङ्गसंसिद्धः । चेष्टायां तत्स्मृतिमान् शस्तः खल्वाशयविशेषः ।।२।।” इति ।।५-१५।।
સુવર્ણ વગેરેના કારણે શ્રી જિનબિંબમાં કોઈ વિશેષ નથી; પરંતુ ભાવ-પરિણામના કારણે વિશેષ છે. આગમોક્તવચનના સ્મરણપૂર્વકની ભક્તિથી કરાતી પ્રવૃત્તિના કારણે એ ભાવ શુભ થાય છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે સામાન્ય રીતે સુવર્ણ, રત્ન વગેરેનાં પ્રતિમાજી બનાવવામાં આવે કે પછી પાષાણાદિનાં પ્રતિમાજી બનાવવામાં આવે તેમ જ નાનાં કે મોટાં પ્રતિમાજી બનાવવામાં આવે તેથી કોઈ વિશેષ ફળની પ્રાપ્તિ થતી નથી. એવા પ્રકારની કોઈ વિશેષતા પ્રતિમાજીમાં નથી કે જેથી ફળવિશેષની પ્રાપ્તિ થાય. પરંતુ ભાવવિશેષથી આત્માને વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે.
એ આત્મપરિણામસ્વરૂપ ભાવવિશેષ; ભક્તિના પ્રભાવે આગમવચનના સ્મરણના કારણે થનારી પ્રવૃત્તિથી શુભ બને છે. ભક્તિ, બહુમાન, વિનય અને પૂજા વગેરે આગમવચનના સ્મરણમૂલક હોય છે. આશય એ છે કે પરમાત્મા પ્રત્યેની ભક્તિથી તેમ જ તેઓશ્રીની પ્રત્યેના બહુમાનાદિથી પરમાત્માનાં પરમતારક પ્રતિમાજી ભરાવતી વખતે જે ફળવિશેષ પ્રાપ્ત થાય છે તે, સુવર્ણાદિની વિશેષતાને લઈને પ્રાપ્ત થતું નથી. પરંતુ તે વખતના શુભ ભાવથી તે પ્રાપ્ત થાય છે. પરમાત્માની પ્રત્યેના ભક્તિબહુમાનાદિ ભાવો આગમવચનના અનુસરણથી જ પ્રાપ્ત થાય છે અર્થાત આગમવચનના અનુસરણમૂલક એ ભક્તિબહુમાનાદિ ભાવો છે અને તેથી એક પરિશીલન
૧૭૯
Page #183
--------------------------------------------------------------------------
________________
આગમોક્તના સ્મરણપૂર્વકની તે તે પ્રવૃત્તિના કારણે ભાવ શુદ્ધ બને છે. આથી સમજી શકાશે કે ભાવથી શૂન્ય માત્ર બાહ્યવિશેષને લઇને ફળવિશેષની પ્રાપ્તિ થતી નથી. પરંતુ ભાવને લઇને જ પ્રતિમાજીના બાહ્યવિશેષ કોઇ વાર ફળવિશેષનું કારણ બને છે.
શ્રી ષોડશકપ્રકરણમાં એ અંગે જણાવતાં ફરમાવ્યું છે કે - “શ્રી જિનબિંબ મોટું સુંદર આકૃતિવાળું કે સુવર્ણાદિનું હોય; એમાં જે બાહ્યવિશેષ છે, તેથી જ વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થતી નથી. વિશિષ્ટ ફળની પ્રાપ્તિ તો આશયવિશેષના કારણે થાય છે.” (૭-૧૨) “નિરંતર આગમને અનુસરનારો, આગમને અનુસરનારાઓ પ્રત્યેની ભક્તિ વગેરે હિંગોથી જણાતો અને તે તે કાર્ય કરતી વખતે આગમના સ્મરણથી યુક્ત જે આશય હોય છે તેને પ્રશસ્ત આશય કહેવાય છે.” (૭-૧૩) ।।૫-૧૫॥
ઉપર જણાવેલા આશયવિશેષથી અને તેના અભાવથી કરાવાતા શ્રી જિનબિંબના નામમાં અને ફળમાં જે વિશેષ (ફરક) છે; તે જણાવાય છે—
लोकोत्तरमिदं ज्ञेयमित्थं यबिम्बकारणम् ।
मोक्षदं लौकिकं चान्यत् कुर्यादभ्युदयं फलम् ॥५- १६॥
I
लोकोत्तरमिति—इत्थमागमोक्तविधिस्मृतिगर्भचेष्टाशुद्धेन । यबिम्बकारणम् । इदं लोकोत्तरं मोक्षदं च ज्ञातव्यम् । अन्यच्च उक्तविपरीतं च बिम्बकारणं । लौकिकं सदभ्युदयं फलं कुर्यात् । पूर्वस्मिन्नभ्युदयस्यानुषङ्गिकत्वम्, अत्र च मुख्यत्वमिति विशेषः । तदिदमुक्तम् -' एवंविधेन यबिम्बकारणं तद्वन्ति समयविदः । लोकोत्तरमन्यदतो लौकिकमभ्युदयसारं च ॥१॥ लोकोत्तरं तु निर्वाणसाधकं परमफलमिहाश्रित्य । अभ्युदयोऽपि हि परमो भवति त्वत्रानुषङ्गेण ||२|| ||५-१६।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય એ છે કે આ પ્રમાણે આગમમાં કહેલ વિધિના સ્મરણથી યુક્ત પ્રવૃત્તિથી શુદ્ધ એવા આશયથી જે બિંબ ભરાવવામાં આવે છે તે લોકોત્તર કોટિનું અને મોક્ષને આપનારું જાણવું. આનાથી વિપરીત અશુદ્ધ પ્રવૃત્તિથી અશુદ્ધ એવા આશયથી જે બીજું બિંબ ભરાવાય છે તે લૌકિક કોટિનું અને અભ્યુદય (ખ્યાતિ વગેરે) ફળને કરવાવાળું જાણવું.
યદ્યપિ લોકોત્તર કોટિનું જે બિંબ ભરાવાય છે તેનું ફળ મોક્ષ અને અભ્યુદય પણ છે, પરંતુ લોકોત્તર સ્થળે તે અભ્યુદય ફળ આનુષંગિક છે અને લૌકિક સ્થળે અભ્યુદય ફળ મુખ્ય છે, ત્યાં મોક્ષસ્વરૂપ ફળ તો મળતું જ નથી. આટલો ફરક તે બેમાં છે. આ વાતને સ્પષ્ટ કરતાં શ્રી ષોડશકપ્રકરણમાં ફરમાવ્યું છે કે—
“આવી રીતે શુદ્ધ આશયથી જે જિનબિંબ કરાવાય છે, તેને શાસ્ત્રના જાણકારો લોકોત્તર અર્થાત્ આગમાનુસારી તરીકે જણાવે છે. આશયવિશેષથી કરાવાતા શ્રી જિનબિંબને છોડીને
ભક્તિ બત્રીશી
૧૮૦
Page #184
--------------------------------------------------------------------------
________________
અન્ય રીતે જે શ્રી જિનબિંબ કરાવાય છે - તે લૌકિક છે અને એનાથી અભ્યુદયની પ્રાપ્તિ થાય છે.” (૭-૧૪)
“પરમપ્રકૃષ્ટ (છેલ્લું) ફળને આશ્રયીને લોકોત્તર અનુષ્ઠાન નિર્વાણ-મોક્ષસાધક છે અર્થાત્ લોકોત્તર અનુષ્ઠાનનું ફળ મોક્ષ છે. આનુષંગિક રીતે લોકોત્તર અનુષ્ઠાનનું પરમ (શ્રેષ્ઠ) અભ્યુદય પણ ફળ છે.” (૭-૧૫)
આથી સમજી શકાશે કે લોકોત્તર અનુષ્ઠાનનું ફળ મોક્ષ છે અને આનુષંગિક રીતે અભ્યુદય ફળ છે. ગ્રંથકાર પરમર્ષિએ આનુષંગિક ફળનું સ્વરૂપ વર્ણવતાં ફરમાવ્યું છે કે મુખ્ય ફળ સ્વરૂપ ઉદ્દેશ્યની સિદ્ધિ પ્રસંગે જેની ઉત્પત્તિ ટાળી શકાતી નથી; તેને આનુષંગિક કહેવાય છે. લોકોત્તર તે તે અનુષ્ઠાનોનો મુખ્ય ઉદ્દેશ્ય મોક્ષ છે. પરંતુ તે તે અનુષ્ઠાનો તે ઉદ્દેશ્યથી કરતી વખતે કાલાદિના પરિપાક સ્વરૂપ કારણસામગ્રીના અભાવે જ્યારે મોક્ષની સિદ્ધિ ન થાય ત્યારે જે પુણ્યબંધ થાય છે અને તેના વિપાક(ફળ)સ્વરૂપે જે અભ્યુદય પ્રાપ્ત થાય છે; તેના અવર્જનને અનુષંગ કહેવાય છે. લોકોત્તર અનુષ્ઠાનસ્થળે મોક્ષનો ઉદ્દેશ હોવાથી શ્રેષ્ઠ કોટિનો અભ્યુદય અનુષંગથી પ્રાપ્ત થાય છે. લૌકિક અનુષ્ઠાનો સ્થળે તો મોક્ષનો તેવો ઉદ્દેશ ન હોવાથી અભ્યુદય મુખ્ય રીતે પ્રાપ્ત થાય છે અને મોક્ષનો ઉદ્દેશ જ ન હોવાથી તેને પ્રાપ્ત કરવાનો કોઇ પ્રશ્ન જ નથી. ।।૫-૧૬॥
શ્રી જિનબિંબ ભરાવવાના વિધિનું વર્ણન કરીને હવે તેની પ્રતિષ્ઠાસંબંધી વિધિનું વર્ણન કરાય છે—
इत्थं निष्पन्नबिम्बस्य प्रतिष्ठाप्तैस्त्रिधोदिता ।
दिनेभ्योऽर्वाग् दशभ्यस्तु व्यक्तिक्षेत्रमहाह्वयाः ॥५- १७ ॥
इत्थमिति—इत्थमुक्तविधिना । निष्पन्नस्य बिम्बस्य प्रतिष्ठा । आप्तैः शिष्टैः । त्रिधा उदिता । दशभ्यस्तु दशभ्य एव दिनेभ्योऽर्वाक् "दशदिवसाभ्यन्तरतः” इत्युक्तेः । व्यक्तिक्षेत्रमहाह्वया व्यक्तिप्रतिष्ठा क्षेत्रप्रतिष्ठा महाप्रतिष्ठा चेति । तत्र वर्तमानस्य तीर्थकृतः प्रतिष्ठा व्यक्तिप्रतिष्ठा । ऋषभादिचतुर्विंशतितीर्थकृतां प्रतिष्ठा च क्षेत्रप्रतिष्ठा । सप्तत्यधिकशतजिनप्रतिष्ठा च सर्वक्षेत्रापेक्षया महाप्रतिष्ठा । तदाह - " व्यक्त्याख्या खल्वेका क्षेत्राख्या च परा महाख्या च । यस्तीर्थकृद्यदा किल तस्य तदाद्येति समयविदः ||१|| ऋषभाद्यानां तु तथा सर्वेषामेव मध्यमा ज्ञेया । सप्तत्यधिकशतस्य तु चरमेह महाप्रतिष्ठेति ।।२।।” ।।५-१७।।
“પૂર્વે જણાવેલા વિધિથી તૈયાર કરાવેલ શ્રી જિનબિંબની પ્રતિષ્ઠા દશ દિવસની અંદર કરાવવાનું જણાવાયું છે. આપ્તપુરુષોએ ત્રણ પ્રકારની પ્રતિષ્ઠા વર્ણવી છે. એક વ્યક્તિનામની, બે ક્ષેત્રનામની અને ત્રણ મહાનામની અર્થાત્ વ્યક્તિપ્રતિષ્ઠા, ક્ષેત્રપ્રતિષ્ઠા અને મહાપ્રતિષ્ઠા : આ ત્રણ પ્રકારવાળી પ્રતિષ્ઠા છે.’’ આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે.
એક પરિશીલન
૧૮૧
Page #185
--------------------------------------------------------------------------
________________
वानो मा स्पष्ट छ : 'दशदिवसाभ्यन्तरतः' - मा पो3154:२९॥ना वयन मु४५६ દિવસની અંદર પૂર્વોક્ત વિધિ મુજબ ભરાવેલ શ્રી જિનબિંબની પ્રતિષ્ઠા કરવી જોઈએ. શિષ્ટ પુરુષોએ ત્રણ પ્રકારની પ્રતિષ્ઠા વર્ણવી છે. જેઓશ્રીનું તીર્થ પ્રવર્તતું હોય તે પરમતારક શ્રી તીર્થંકરપરમાત્માના બિંબની પ્રતિષ્ઠાને પહેલી વ્યક્તિપ્રતિષ્ઠા કહેવાય છે. ઋષભાદિ શ્રી ચોવીશ તીર્થંકરપરમાત્માનાં બિંબોની પ્રતિષ્ઠાને બીજી ક્ષેત્રપ્રતિષ્ઠા કહેવાય છે અને સર્વક્ષેત્રોની અપેક્ષાએ એકસો સિત્તેર જિનનાં પરમતારક બિંબોની પ્રતિષ્ઠાને ત્રીજી મહાપ્રતિષ્ઠા કહેવાય છે. આ વાતને જણાવતાં શ્રી ષોડશક પ્રકરણમાં નીચે જણાવ્યા મુજબ જણાવ્યું છે.
એક વ્યક્તિપ્રતિષ્ઠા, બીજી ક્ષેત્રપ્રતિષ્ઠા અને ત્રીજી મહાપ્રતિષ્ઠા. જે કાળે જે શ્રી તીર્થંકર પરમાત્માનું શાસન પ્રવર્તતું હોય તે કાળે તે શ્રી તીર્થંકર પરમાત્માની જે જે પ્રતિષ્ઠા કરાય छ तने सागमन। 201510 पडेली व्यतिप्रति छ. (८-२)"
શ્રી ઋષભદેવ આદિ ચોવીશ તીર્થંકરપરમાત્માની પ્રતિષ્ઠાને મધ્યમ (બીજ) ક્ષેત્રપ્રતિષ્ઠા કહેવાય છે અને એકસો સિત્તેર શ્રી તીર્થંકર પરમાત્માની પ્રતિષ્ઠાને છેલ્લી (ત્રીજી) મહાપ્રતિષ્ઠા उपाय छे. (८-3)" ॥५-१७॥ પ્રતિષ્ઠાનું સ્વરૂપ જણાવાય છે
देवोद्देशेन मुख्येयमात्मन्येवात्मनो धियः ।
स्थाप्ये समरसापत्तेरुपचाराद् बहिः पुनः ॥५-१८॥ देवोद्देशेनेति-देवोद्देशेन मुख्यदेवमुद्देश्यतया विषयीकृत्य । आत्मन्येव कारयितर्येव । आत्मनः स्वस्य धियो वीतरागत्वादिगुणावगाहिन्याः । मुख्या निरुपचरिता । इयं प्रतिष्ठा । स्वार्थाबोधात्प्रतिष्ठाकर्मणा वचननीत्या स्वभावस्यैव स्थापना । तदिदमुक्तं-“भवति च खलु प्रतिष्ठ निजभावस्यैव देवतोद्देशात् । स्वात्मन्येव परं यत् स्थापनमिह वचननीत्योच्चैः ।।१।।” इति । तथेत एव स्थाप्ये वीतरागे । समरसापत्तेवचनानलक्रियादग्धकर्ममलस्यात्मनो वीतरागत्वलक्षणस्वर्णभावापत्तिरूपपरमप्रतिष्ठाया हेतुत्वादप्यस्य मुख्यत्वं । यदाह-“बीजमिदं परमं यत्परमाया एव समरसापत्तेः । स्थाप्येन तदपि मुख्या हन्तैषैवेति विज्ञेया ॥१॥” इति । तथा-“भावरसेन्द्रात्तु ततो महोदयाज्जीवतास्वरूपस्य । कालेन भवति परमा प्रतिबद्धा सिद्धकाञ्चनता ।।१।। वचनानलक्रियातः कर्मेन्धनदाहतो यतश्चैषा । इतिकर्तव्यतयातः सफलैषाप्यत्र भावविधौ ॥२॥” नन्वेवं प्रतिष्ठाकारयितर्येव प्रतिष्ठोपपादने प्रतिमायां प्रतिष्ठितत्वव्यवहारः, तस्यां च पूजादिफलप्रयोजकत्वं कथं स्याद् ? अत आह-उपचाराद् बहिः प्रतिमायां पुनरियं प्रतिष्ठा भवति । यत् षोडशकवृत्तिकृत्-“बाह्यजिनबिम्बगता तु प्रतिष्ठा बहिर्निजभावोपचारद्वारेण निज एव हि भावो मुख्यदेवतास्वरूपालम्बनः स एवायमित्यभेदोपचारेण विदुषां भक्तिमतां पूज्यतापदवीमासादयतीति ।” न चैवं तदध्यवसायनाशात् प्रतिमाया अप्रतिष्ठितत्वापत्तिरिति शङ्कनीयं, तन्नाशेऽपि तदाहितस्योपचरित૧૮૨
ભક્તિ બત્રીશી
Page #186
--------------------------------------------------------------------------
________________
स्वभावविशेषस्यानाशात् । द्विविधो झुपचरितस्वभावो गीयते-स्वाभाविक औपाधिकश्च । आद्यः परज्ञतापरदर्शकत्वलक्षणः, अन्त्यश्च विचित्र इति न दोषः ।।५-१८॥
આશય એ છે કે અહીં પ્રતિષ્ઠાના સ્વરૂપમાં પ્રશ્ન એ થાય છે કે આ પ્રતિષ્ઠા શું છે? જે મોક્ષસ્વરૂપને પામ્યા છે એવા મુખ્યદેવવિશેષની પ્રતિષ્ઠા કરાય છે કે પછી સંસારમાં રહેલા દેવવિશેષની પ્રતિષ્ઠા કરાય છે? આ બે વિકલ્પમાં પ્રથમ વિકલ્પ માની શકાય એવો નથી. કારણ કે જેઓશ્રી મોશે પહોંચ્યા છે; તેઓશ્રીને મંત્રસંસ્કારથી અહીં લાવી શકાય એમ નથી. મંત્રાદિના પ્રયોગથી તેઓ અહીં આવે તો તેઓ મુક્ત થયા છે એમ મનાશે નહિ. આવી જ રીતે બીજો વિકલ્પ પણ માની શકાય એમ નથી. કારણ કે સંસારમાં રહેલા દેવવિશેષનું સંનિધાન; કોઈ વાર હોય તો પણ કાયમ માટે શક્ય નહીં બને. તેથી બીજા વિકલ્પમાં પણ અનુપપત્તિ છે જ. તેથી પ્રતિષ્ઠા કોને કહેવાય છે. આ પ્રશ્નના સમાધાન માટે હવે પ્રતિષ્ઠાનું સ્વરૂપ અઢારમા શ્લોકથી જણાવ્યું છે.
“મુખ્યદેવને (મોક્ષે ગયેલા શ્રી વીતરાગ પરમાત્માને) ઉદ્દેશીને પોતાની જે બુદ્ધિ છે, તે બુદ્ધિની આત્મામાં(પોતામાં) જે સ્થાપના છે તે મુખ્ય પ્રતિષ્ઠા છે, કારણ કે તેથી શ્રી વિતરાગપરમાત્માની સાથે સમરસાપત્તિ થાય છે. શ્રી જિનાલયમાં જે પ્રતિષ્ઠા કરાય છે તે ઔપચારિક છે.” - આ પ્રમાણે અઢારમી ગાથાનો અર્થ છે. એનો આશય એ છે કે મુખ્ય મુક્ત, અસંસારી) દેવને ઉદ્દેશીને (ઉદ્દેશ્ય બનાવીને) પ્રતિષ્ઠા કરાવનારમાં જ, શ્રી વીતરાગત્વ, સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ અને સિદ્ધત્વ વગેરે ગુણોનું અવગાહન કરનારી પોતાની જે બુદ્ધિ છે, તે બુદ્ધિસ્વરૂપ ભાવની જે સ્થાપના છે તે મુખ્ય પ્રતિષ્ઠા છે. “શ્રી વીતરાગપરમાત્મામાં જે ગુણો છે; તેઓશ્રીનું જે શુદ્ધ સ્વરૂપ છે, એવા જ ગુણો અને એવું જ સ્વરૂપ મારા આત્મામાં અને મારું છે.”... આવા પ્રકારની બુદ્ધિને વીતરાગત્વાદિગુણાવગાહિની બુદ્ધિ કહેવાય છે, જે પરમાત્માની સાથે પોતાના આત્માના અભેદનું અવગાહન કરે છે. બહું જ પરમાત્મા છું' - આવા પ્રકારનો, પરમાત્માને ઉદ્દેશ્ય બનાવીને જે ભાવ પ્રગટે છે તે ભાવની પોતાના આત્મામાં જે સ્થાપના છે, તેને ઉપચારથી રહિત એવી મુખ્ય-તાત્ત્વિક પ્રતિષ્ઠા કહેવાય છે. કારણ કે પ્રતિષ્ઠા શબ્દનો અર્થ અહીં બાધિત નથી. (અર્થાત્ સંગત છે.) આગમને અનુસરી સ્વભાવની જ સ્થાપનાને પ્રતિષ્ઠા કહેવાય છે. હું તે જ વીતરાગ છું' આવા અભેદભાવસ્વરૂપ સ્વભાવની જ અહીં પોતાના આત્મામાં સ્થાપના છે. તેથી આ મુખ્ય પ્રતિષ્ઠા છે.
આ વાતને જણાવતાં શ્રી ષોડશકપ્રકરણમાં જણાવ્યું છે કે “મુખ્ય દેવતાને ઉદ્દેશીને પોતાના ભાવનું જ આગમના અનુસારે સારી રીતે પોતાના આત્મામાં જ જે સ્થાપન કરાય છે તે અહીં પ્રતિષ્ઠા છે. આથી સમજી શકાશે કે પોતાના તેવા પ્રકારના ભાવના વિષય સ્વરૂપ મુખ્ય દેવતાની પોતાના આત્મામાં જ આગમમાં જણાવેલી રીતે જે સ્થાપના છે; તેને પ્રતિષ્ઠા
એક પરિશીલન
૧૮૩
Page #187
--------------------------------------------------------------------------
________________
કહેવાય છે. એ સિવાય બીજી કોઈ જ પ્રતિષ્ઠા નથી. આ વિષયમાં અધિક જાણવાની ઇચ્છા હોય તો આઠમા ષોડશકમાં જોવું.
ઉપર જણાવ્યા મુજબ સ્વભાવની સ્થાપનાને જ અહીં મુખ્ય પ્રતિષ્ઠા કહેવાય છે. એનું એ પણ એક કારણ છે કે એવી પ્રતિષ્ઠાથી સ્થાપ્ય એવા શ્રી વીતરાગપરમાત્માની સાથે સમરસાપત્તિ થાય છે. શ્રી વીતરાગપરમાત્માના શુદ્ધ સ્વરૂપ જેવું જ શુદ્ધ સ્વરૂપ જયારે આપણું આવિર્ભત થાય છે ત્યારે આપણને સમરસાપત્તિ પ્રાપ્ત થાય છે. આવી સમરસાપત્તિમાં ઉપર જણાવેલી પ્રતિષ્ઠા કારણ બને છે. તેથી તે મુખ્ય ઉપચાર વિનાની (તાત્ત્વિક) પ્રતિષ્ઠા મનાય છે.
| શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચન સ્વરૂપ અગ્નિની (દાહાનુકૂલ) ક્રિયા વડે જેનો કર્મમલ બળી ગયો છે એવા આત્માને શ્રી વીતરાગપરમાત્માના શુદ્ધ આત્મતત્ત્વ સ્વરૂપ સુવર્ણભાવ-(સિદ્ધકાંચનતા)ની પ્રાપ્તિ થાય છે, જેને સમરસાપત્તિ કહેવાય છે. આત્માનું આ રીતે પરમાત્મભાવમાં પ્રતિસ્થાપન થવાથી પરમપ્રતિષ્ઠા સ્વરૂપ સમરસાપત્તિ છે અને તેનો હેતુ ઉપર જણાવ્યા મુજબની સ્વમાં સ્વભાવની સ્થાપના સ્વરૂપ મુખ્ય પ્રતિષ્ઠા છે. આ વાતને સ્પષ્ટ કરતાં શ્રી ષોડશકપ્રકરણમાં ફરમાવ્યું છે કે - “જેથી પોતાના આત્મામાં પરમાત્માનું સ્થાપન કરવું - એ પરમ સમરસાપત્તિનું કારણ છે; બાહ્ય બિંબની સાથે પણ એ રીતે ઉપચારથી પરમાત્માનું સ્થાપન કરવું – એ પરમ સમરસાપત્તિનું કારણ બને છે. તેથી આ રીતે પોતાના આત્મામાં જ કરાતી નિજભાવની પ્રતિષ્ઠા મુખ્ય-તાત્ત્વિક જાણવી.” (૮-૫) “તે ભાવસ્વરૂપ રસેન્દ્રથી પુણ્યાનુબંધી. પુણ્યસંપત્તિ(મહોદય)નો લાભ થવાથી કાલાંતરે જીવસ્વરૂપ તાંબું; પ્રકૃષ્ટ અને અપ્રતિહત એવા સિદ્ધભાવ સ્વરૂપ સુવર્ણપણાને પ્રાપ્ત કરે છે.” (૮-૮) “વચન એટલે આગમ(શાસ્ત્ર); એ વચનસ્વરૂપ અગ્નિના પ્રયોગથી કર્મસ્વરૂપ ઇંધનનો દાહ થવાથી જે કારણે આ સિદ્ધકાંચનતા થાય છે; તેથી અહીં ભાવવિધિમાં શાસ્ત્ર મુજબ કરાયેલી પ્રતિષ્ઠા પણ સફળ છે.” (૮-૯).
ઉપર જણાવ્યા મુજબ સ્વમાં સ્વભાવની જ પ્રતિષ્ઠા ગણાતી હોય તો તે પ્રતિષ્ઠા કરાવનારમાં જ હોવાથી “આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે..” ઇત્યાદિ વ્યવહાર કઈ રીતે સંગત થશે અને તે પ્રતિમા પૂજાદિ ફળની પ્રત્યે પ્રયોજક કઈ રીતે બનશે? કારણ કે અહીં પ્રતિષ્ઠા, આત્મામાં આત્મસ્વભાવની જ થઈ છે. પ્રતિમાજીની પ્રતિષ્ઠા થઈ નથી – આવી શંકાનું સમાધાન કરવા માટે “વારા વદિ પુનઃ' આવો પાઠ અઢારમા શ્લોકમાં છે. એનો આશય એ છે કે બહાર પ્રતિમાજીમાં પણ ઉપચારથી આ પ્રતિષ્ઠા કરાય છે. શ્રી ષોડશક પ્રકરણમાં આઠમા ષોડશકની ચોથી ગાથાની વૃત્તિમાં જણાવ્યું છે કે – બાહ્ય શ્રી જિનબિંબની જે પ્રતિષ્ઠા છે તે બહાર, પોતાના ભાવના ઉપચાર દ્વારા બીજાઓ માટે પૂજયતાનું સ્થાન બને છે. “પ્રતિષ્ઠા કરાવનારે જે મુખ્યદેવતાને ઉદ્દેશ્ય બનાવીને પોતાના આત્મામાં પોતાના ભાવની પ્રતિષ્ઠા કરી હતી તે જ આ મુખ્યદેવતા - શ્રી વીતરાગપરમાત્મા છે.” આવો ઉપચાર બહાર પ્રતિમામાં ભક્તિથી યુક્ત એવા ૧૮૪
ભક્તિ બત્રીશી
Page #188
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન પુરુષો કરતા હોય છે અને તેથી તે પ્રતિમાજીની પૂજાદિથી તેઓ ફળને પ્રાપ્ત કરે છે. આ રીતે બાહ્ય પ્રતિષ્ઠા ફળની પ્રત્યે પ્રયોજિકા બને છે.
આ રીતે પ્રતિષ્ઠા કરાવનારના ભાવના વિષયભૂત પરમાત્માના અભેદનું (તે જ આ વીતરાગપરમાત્મા છે) પરમાત્માની પ્રતિમામાં જે અવગાહન થાય છે, તેવા પ્રકારના અધ્યવસાયવિશેષથી જ પ્રતિમાજીના પ્રતિક્તિત્વના જ્ઞાન દ્વારા પૂજાદિનું ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ તે અધ્યવસાયનો નાશ થયે છતે પ્રતિમાજીના પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન ન થવાથી પ્રતિમાજીમાં અપ્રતિષ્ઠિતત્વ માનવાનો પ્રસંગ આવશે અને તેથી તેની પૂજાદિથી ફળના અભાવનો પ્રસંગ આવશે. આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે તેવા અધ્યવસાયનો નાશ થવા છતાં તે અધ્યવસાયથી ઉત્પન્ન થયેલ ઉપચરિત (ઉપચારયુક્ત) સ્વભાવવિશેષનો નાશ થતો નથી અર્થાત્ એ ઉપચરિત સ્વભાવવિશેષને લઈને; પ્રતિમાજીમાં અપ્રતિષ્ઠિતત્વનો વ્યવહાર નહિ થાય અને તેથી પૂજાદિના ફળની અનુપપત્તિ પણ નહિ થાય. આશય એ છે કે ઉપચરિત સ્વભાવ બે પ્રકારનો છે. સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ અને ઔપાધિક ઉપચરિત સ્વભાવ. પ્રતિમાજીમાં સર્વજ્ઞ અને સર્વદર્શીપણાનો જે ઉપચાર કરાય છે તે સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ છે. સ્વભાવભૂત સ્વતત્ત્વનો જે ઉપચાર કરાય છે તે સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ છે અને તેનાથી ભિન્ન ઉપાધિવિશેષને લઈને વિભાવભૂતતત્ત્વનો જે ઉપચાર કરાય છે તે ઔપાધિક ઉપચરિતસ્વભાવ છે. આ બીજો ઉપચરિત સ્વભાવ અનેક પ્રકારનો છે. અહીં પ્રતિમાજીમાં સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ હોવાથી તેનો નાશ નહિ થાય. તેથી પ્રતિમાજીના અપ્રતિષ્ઠિતત્વાદિનો પ્રસંગ નહિ આવે... ઇત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. //૫-૧૮
અહીં નિજભાવની જ પ્રતિષ્ઠા હોવાથી મુખ્યદેવતાનું સંનિધાન નથી? તેથી પ્રતિમાજીની પૂજાદિથી ફળ કઈ રીતે મળશે? આવી શંકાનું સમાધાન કરાય છે–
प्रतिष्ठितत्वज्ञानोत्थसमापत्त्या परेष्वपि ।
फलं स्याद् वीतरागाणां सन्निधानं त्वसम्भवि ॥५-१९॥ प्रतिष्ठितत्वेति-प्रतिष्ठितत्वज्ञानोत्थया पूर्वपूर्वप्रतिष्ठितत्वप्रतिसन्धानोत्थापितवचनादरभगवद्बहुमानाहितया समापत्त्या । परेष्वपि प्रतिमापूजाकारिष्वपि । फलं विपुलनिर्जरालक्षणं स्यात् । वीतरागाणां रागरहितानां । सन्निधानं तु समीपागमनरूपं कायिकम्, अहङ्कारममकाररूपं मानसं च, मन्त्रसंस्कारादिना असम्भवि । तदुक्तं-"मुक्त्यादौ तत्त्वेन प्रतिष्ठिताया न देवतायास्तु । स्थाप्येन च मुख्येयं तदधिष्यनाद्यभावेन ।।१।। इज्यादेर्न च तस्या उपकारः कश्चिदत्र मुख्य इति । तदतत्त्वकल्पनैषा बालक्रीडासमा भवति ।।२।।" एतेन प्रतिष्ठविधिना प्रतिमादौ देवतासन्निधिरहङ्कारममकाररूपः क्रियते, विशेषदर्शनेऽपि स्वसादृश्यदर्शिनश्चित्रादाविवाहार्यारोपसम्भवाद् ज्ञानस्य नाशेऽपि संस्कारसत्त्वाच्च न पूजाफलानुपपत्तिः, अस्पृश्यએક પરિશીલન
૧૮૫
Page #189
--------------------------------------------------------------------------
________________
स्पर्शनादिना च तन्नाश इति यत्परैरुच्यते तन्निरस्तं भवति, वीतरागदेवस्थले इत्थं वक्तुमशक्यत्वात् । सरागे देवत्वबुद्धेरेव च मिथ्यात्वात् । देवतायां सर्वज्ञत्वाभावे व्यासङ्गदशायां व्यवहितनानादेशेषु प्रतिष्ठाकर्मबाहुल्ये चाहङ्कारममकारानुपपत्तेः । संस्कारनाशेऽपूज्यत्वापत्तेः । तज्ज्ञानसंस्कारयोरनुगतयोः पूजाफलप्रयोजकत्वे गौरवाच्चेति । न च भवतामपि व्यासङ्गवशात्प्रतिष्ठितत्वज्ञानाभावे पूजाफलानुपपत्तिरिति, विशेषफलाभावेऽपि प्रीत्यादिना सामान्यफलानपायात् । यैस्तु यथार्थं प्रतिष्ठितत्वप्रत्यभिज्ञानं पूजाफलसामान्य एव प्रयोजकमिष्यते, तेषामयमपि दोष एव । ये तु नव्यनैयायिकाः-प्रतिष्ठविधिना जनितं विचित्रमदृष्टं स्वाश्रयात्मसंयोगाश्रयस्य पूज्यताप्रयोजकमभ्युपयन्ति, तेषां तद्व्यक्तिविशिष्टसम्बन्धाग्रहेऽतिप्रसङ्गः, तद्ग्रहे चाननुगम इति । यत्पुनरुच्यते चिन्तामणिकृता-“प्रतिष्ठितं पूजयेदिति' विधिवाक्येन प्रतिष्ठिततायाः कारणत्वं न बोध्यते, किं तु भूतार्थे क्तानुशासनादतीतप्रतिष्ठे पूज्यत्वं बोध्यते । तथा च प्रतिष्ठध्वंसः प्रतिष्ठाकालीनयावदस्पृश्यस्पर्शादिप्रतियोगिकानादिसंसर्गाभावसहितः पूज्यत्वप्रयोजकः, स च प्रागभावोऽत्यन्ताभावश्च क्वचिदिति । तदप्यविचारितरमणीयं । प्रतिष्ठयाः क्रियेच्छारूपत्वे तद्ध्वंसस्य प्रतिमानिष्ठत्वात्, संयोगरूपत्वेऽपि द्विष्ठत्वात्, कारणीभूताभावप्रतियोगित्वेन पूजाफले प्रतिष्ठायाः प्रतिबन्धकत्वव्यवहाराऽऽपत्तेः । क्तप्रत्ययस्थलेऽपि “प्रोक्षिता व्रीहयः” इत्यादौ ध्वंसव्यापारकत्वाकल्पनात् कालान्तरभाविनि फले चिरविनष्टस्य भावव्यापारकत्वनियमाच्च, अन्यथाऽपूर्वोच्छेदाप
तेश्च । किं च किञ्चिदवयवनाशेन प्रतिमान्तरोत्पत्तौ तव तत्र प्रतिष्ठध्वंसानभ्युपगमात्पूज्यतानापत्तिः, प्रतिष्ठितत्वबुद्धिबलाद् व्रीहिषु संस्कृतत्वस्येव तेन तस्य न क्षतिरित्यभ्युपगमे च यथाप्रतीतिशबलवस्त्वभ्युपगमोऽपि बलादापतेदिति किमतिपल्लवितेन ॥५-१९॥
__" प्रतिमा प्राविलित छ... इत्यादि शानना ॥२५ उत्पन्न थयेटी सभापत्तिथी; પ્રતિમાજીની પૂજાદિને કરનારાઓને પણ ફળ પ્રાપ્ત થતું હોય છે. શ્રી વીતરાગપરમાત્માનું સંનિધાન તો સંભવતું નથી.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે સામાન્ય રીતે દરેક પૂજા કરનારને પ્રતિષ્ઠા જોયેલી ન હોવાથી પ્રતિમાજીમાં ઉપર જણાવ્યા મુજબ પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન હોતું નથી. પરંતુ પોતાની પૂર્વેના પૂજાદિને કરનારાને જોઈને પ્રતિષ્ઠિતત્વનું તેઓ અનુસંધાન કરી લે છે. આ પ્રતિષ્ઠિતત્વના પ્રતિસંધાનથી ભગવાન શ્રી જિનેશ્વરદેવોનાં
અવિસંવાદિવચનો પ્રત્યે આદર જાગે છે અને ભગવાન પ્રત્યે બહુમાન જન્મે છે. શ્રી વિતરાગપરમાત્માની મૂર્તિ જોઇને તેઓશ્રીનાં પરમતારક અવિસંવાદિ વચનોનું અનુસ્મરણ થાય:
એ બનવાજોગ છે. કારણ કે એક સંબંધીનું જ્ઞાન બીજા સંબંધીનું સ્મરણ કરાવે છે. આ પ્રતિમાજીમાં જેઓશ્રી પ્રતિષ્ઠિત છે તે શ્રી વીતરાગપરમાત્માની વીતરાગતાદિના જ્ઞાનથી તેઓશ્રીની યથાર્થવાદિતાનું સ્મરણ થાય છે તેમ જ હૃદયમાં ભગવાન પ્રત્યે બહુમાન જન્મે છે. વચન પ્રત્યેનો આદર અને ભગવાન પ્રત્યેનું બહુમાન : આ બેથી પ્રાપ્ત થયેલી સમપત્તિ(વચનોની સાથે એકાત્મતા)ના કારણે પ્રતિમાજીની પૂજા કરનારાઓને પણ વિપુલ પ્રમાણમાં નિર્જરા સ્વરૂપ ફળની
१६६
ભક્તિ બત્રીશી
Page #190
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિ થાય છે. રાગરહિત આત્માઓનું કાયાથી કે મનથી સંનિધાન શક્ય નથી. પ્રતિમાજીની પાસે આવવા સ્વરૂપ કાયિક સંનિધાન છે અને ત્યાં મોક્ષમાં રહીને “આ હું છું અથવા આ મારી પ્રતિમા છે. આવા પ્રકારના અહંકાર કે મમકાર સ્વરૂપ વિચારને માનસિક સંનિધાન કહેવાય છે. કોઈ પણ પ્રકારના મંત્રના સંસ્કારથી શ્રી વીતરાગ પરમાત્માનું એવું સંનિધાન શક્ય નથી. શ્રી ષોડશકપ્રકરણમાં એ અંગે ફરમાવ્યું છે કે “પારમાર્થિક રીતે મુક્તિ વગેરે સ્થાનમાં પ્રતિષ્ઠિત થયેલ દેવતાની; પ્રતિમાજીને વિશે તે દેવતાનું અધિષ્ઠાન વગેરે સંભવિત ન હોવાથી આ મુખ્ય પ્રતિષ્ઠા શક્ય નથી.”(૮-૬) “પૂજા વગેરે દ્વારા પ્રતિષ્ઠિત કરાતા દેવતાને કોઇ મુખ્ય ઉપકાર અહીં નથી, તેથી આ અતત્ત્વની કલ્પના બાલક્રીડા જેવી છે.” (૮-૭) આથી ઉપર જણાવ્યા મુજબના પ્રતિષ્ઠાના સ્વરૂપને માનવાથી નીચે જણાવ્યા મુજબની અન્યમતવાળાની માન્યતાઓનું નિરાકરણ થાય છે.
કેટલાક લોકોની એવી માન્યતા છે કે – “પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમાદિમાં દેવતાનું અહંકાર અને મમકાર સ્વરૂપ સંનિધાન કરાય છે. પ્રતિમા જડ છે અને પોતે ચેતન છે. આવું વિશેષનું દર્શન હોવા છતાં દેવતા સંનિધાન કરે એ શક્ય નથી' - આ પ્રમાણે નહિ કહેવું; કારણ કે પોતાનું સાદશ્ય(સરખાપણું) જોવાથી ચિત્ર વગેરેમાં જેમ આપણને “આ હું છું અથવા આ મારું ચિત્ર છે' - એમ આરોપિત જ્ઞાન થાય છે; તેમ પ્રતિમાદિમાં અહત્વ અને મમત્વ બાધિત હોવા છતાં દેવતાને આરોપિત જ્ઞાન સંભવી શકે છે. “આવું પણ જ્ઞાન જ્યારે નાશ પામશે ત્યારે તે પ્રતિમાજીની પૂજા કરવાથી ફળ મળશે નહિ' – આવી શંકા ના કરવી. કારણ કે જ્ઞાનનો નાશ થયા પછી પણ તેનાથી ઉત્પન્ન થયેલા સંસ્કાર તો રહે છે. અસ્પૃશ્ય ચાંડાલાદિના સ્પર્શ વગેરેથી સંસ્કારનો નાશ થાય છે અને તેથી તેની પ્રતિમાની પૂજાદિથી ફળ પ્રાપ્ત થતું નથી.” આવી જે માન્યતા છે તે બરાબર નથી.
કારણ કે જ્યાં વીતરાગદેવની સ્થાપના કરાય છે ત્યાં અહંકાર કે મમકાર સ્વરૂપ સંનિધાન શક્ય નથી. કારણ કે રાગ વગરના તેઓશ્રીને અહંકારાદિ સંભવિત નથી. યદ્યપિ આ રીતે સરાગી દેવની તેવી સ્થાપના શક્ય છે; પરંતુ સરાગીને દેવ માનવાનું જ મિથ્યાસ્વરૂપ છે તો તેમની સ્થાપના કરવાની વાત જ કઈ રીતે સંભવે? યદ્યપિ વીતરાગ પરમાત્મામાં રાગ ન હોવાથી અહંકારાદિ સ્વરૂપ સંનિધાન તેઓશ્રીને ન હોવા છતાં ઉપર જણાવ્યા મુજબ ચિત્રાદિની જેમ આરોપિત સંનિધાન શક્ય છે. પરંતુ એવા દેવતામાં સર્વશપણું ન હોય તો વ્યાસંગદશામાં બીજા બીજા કામમાં વ્યગ્ર હોય ત્યારે) વ્યવહિત(અવરુદ્ધ) અનેક સ્થાનોમાં પ્રતિષ્ઠાઓની ક્રિયાઓમાં અહંકાર અને મમકાર સ્વરૂપ સંનિધાન ઉપપન્ન નહિ બને. ગમે તે રીતે વ્યાસંગ ટાળીને સમુદાયમાં તે તે રીતે સંનિધાન કરવામાં આવે તોપણ સંસ્કારનો નાશ થયે છતે પ્રતિમામાં અપૂજયત્વનો પ્રસંગ આવશે. જોકે એવા પ્રસંગે પ્રતિમા પૂજય મનાતી નથી. પરંતુ જયારે જ્ઞાન હોય ત્યારે પ્રતિમાજીની પૂજાથી પ્રાપ્ત થનારા ફળની પ્રત્યે જ્ઞાનની પ્રયોજકતા અને જ્ઞાનનો નાશ
એક પરિશીલન
૧૮૭
Page #191
--------------------------------------------------------------------------
________________
થયે છતે સંસ્કાર હોય ત્યારે તેવા પ્રકારના ફળની પ્રત્યે સંસ્કારની પ્રયોજકતા માનવી પડશે.
આ રીતે અનનુગત(અનેકરૂપે) સ્વરૂપે પ્રયોજકતા માનવામાં ગૌરવ થાય છે. તેથી પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમાજીમાં અહંકાર-મમકારસ્વરૂપ દેવતાસંનિધાન કરાય છે... ઇત્યાદિ માન્યતા બરાબર નથી.
પ્રતિમાજીની પ્રતિષ્ઠા થઇ છે... ઇત્યાદિ સ્વરૂપ પ્રતિષ્ઠિતત્વના જ્ઞાનથી ઉત્પન્ન થયેલી સમાપત્તિના કારણે પૂજાદિનું જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળની અનુપપત્તિ; વ્યાસંગદશામાં જ્ઞાન(ઉપયોગ)ના અભાવે થશે જ. પરંતુ એ રીતે વિશેષ ફળની અનુપપત્તિ થાય તોપણ પ્રીતિ વગેરેને લઇને સામાન્ય ફળ તો મળે છે જ. બાકી તો પ્રતિમાજીમાં પ્રતિક્તિત્વના યથાર્થજ્ઞાનને જ પૂજાના સામાન્ય ફળની પ્રત્યે જેઓ પ્રયોજક માને છે, તેમને તો આવા સ્થળે (વ્યાસંગના કારણે થનારા જ્ઞાનાભાવના સ્થળે) પ્રતિમાજીની પૂજા વગેરેના ફળની અનુપપત્તિ થવાની જ છે અર્થાત્ તે દોષ તેમને રહેવાનો જ છે. તેથી તેમની પણ માન્યતા ઉચિત નથી.
જે નવ્યનૈયાયિકો એ પ્રમાણે માને છે કે - પ્રતિષ્ઠાવિધિથી આત્મામાં જે અદષ્ટ ઉત્પન્ન થાય છે તે અદૃષ્ટ; સ્વાશ્રયાત્મસંયોગાશ્રય (સ્વ=અદૃષ્ટ, તેનો આશ્રય આત્મા, તેનો સંયોગ પ્રતિમામાં છે.) એવી પ્રતિમામાં પૂજ્યત્વનું પ્રયોજક બને છે. આવી માન્યતાને ધરનારા એ નવ્યનૈયાયિકોને તવ્યક્તિવિશિષ્ટ સંબંધનું જ્ઞાન ન હોય તો ‘અતિપ્રસંગ’નો પ્રસંગ આવશે. આશય એ છે કે નૈયાયિકો આત્માને વિભુ માનતા હોવાથી સઘળાય મૂર્ત(રૂપાદિયુક્ત દ્રવ્ય) દ્રવ્યોની સાથે તેનો સંયોગ માને છે. તેથી પ્રતિષ્ઠા કરનારે જે પ્રતિમાની પ્રતિષ્ઠા કરી છે તે પ્રતિમાની સાથે પ્રતિષ્ઠા કરનારનો જે સંયોગ છે એવો જ સંયોગ બીજી (અપ્રતિષ્ઠિત) પ્રતિમામાં પણ હોવાથી તે પ્રતિમામાં પણ પૂજ્યત્વનો પ્રસંગ આવશે. આ અતિપ્રસંગનું નિવારણ કરવા પ્રતિમાવિશેષનું ગ્રહણ કરીએ તો તેનો અનુગમ(જ્ઞાન) શક્ય નહિ બને. તેથી નવ્યનૈયાયિકોનું કથન અનુચિત છે.
ચિંતામણિકાર આ વિષયમાં જે નીચે મુજબ જણાવે છે તે પણ તેનો વિચાર ન કરીએ ત્યાં સુધી જ ૨મણીય લાગે છે. તેમનું કહેવું એ છે કે - ‘પ્રતિષ્તિ પૂનયંત્’ આ વિધિવાક્ય પ્રતિષ્ઠામાં પૂજ્યતાનું કારણત્વ જણાવતું નથી; પરંતુ હૈં પ્રત્યય ભૂતકાલીન અર્થને જણાવવા માટે વિહિત હોવાથી અતીતપ્રતિષ્ઠમાં પૂજ્યત્વ જણાવે છે અર્થાત્ એ વાક્યથી ‘પ્રતિષ્ઠાનો ધ્વંસ પૂજ્યત્વપ્રયોજક છે' - આવો અર્થ સૂચિત થાય છે. તે પ્રતિષ્ઠાવંસ; પ્રતિષ્ઠાકાલસંબંધી; અસ્પૃશ્યસ્પર્ધાદિકના અનાદિકાલીન સંસર્ગભાવ જેટલા હોય તેનાથી સહિત હોવો જોઇએ. ધ્વંસ, પ્રાગભાવ અને અત્યંતાભાવ આ ત્રણ સંસર્ગભાવ છે. પ્રાગભાવ (ઉત્પત્તિ પૂર્વેનો) અને અત્યંતાભાવ અનાદિકાળના છે. પ્રતિષ્ઠાના ધ્વંસના કાલ દરમ્યાન અસ્પૃશ્યસ્પર્શાદિ થયેલા ન હોવા જોઇએ. અન્યથા પ્રતિષ્ઠાનો ધ્વંસ પૂજ્યતાનો પ્રયોજક નહિ બને.
૧૮૮
ભક્તિ બત્રીશી
Page #192
--------------------------------------------------------------------------
________________
ચિંતામણિકારનું એ કથન ઉચિત નથી. કારણ કે પ્રતિષ્ઠા ક્રિયા અથવા ઇચ્છા સ્વરૂપ હોય તો તેનો ધ્વંસ પ્રતિમામાં નહિ રહે. (કારણ કે ધ્વસ સ્વપ્રતિયોગીના સમવાયી કારણમાં રહે છે.) સંયોગસ્વરૂપ પ્રતિષ્ઠા માનીએ તો તેનો ધ્વંસ પ્રતિષ્ઠા કરનાર અને પ્રતિમાજી બંનેમાં હોવાથી પ્રતિમાજીની જેમ પ્રતિષ્ઠા કરનારમાં પણ પૂજ્યત્વ માનવાનો પ્રસંગ આવશે. પ્રતિમાજમાં રહેલા જ તાદશ સંયોગવિશેષને પ્રતિષ્ઠા સ્વરૂપ માનવાથી (અનુયોગિતાવિશેષથી સંયોગાશ્રયમાં પ્રતિષ્ઠા માનવાથી) પ્રતિષ્ઠા કરાવનારમાં પૂજયત્વ માનવાનો પ્રસંગ યદ્યપિ નહિ આવે પરંતુ આ રીતે પ્રતિષ્ઠાના ધ્વંસને; પ્રતિમાજીની પૂજાથી પ્રાપ્ત થનારા ફળની પ્રત્યે પ્રયોજક માનવામાં આવે તો પ્રતિષ્ઠાને તે ફળની પ્રત્યે પ્રતિબંધક માનવાના વ્યવહારનો પ્રસંગ આવશે. કારણ કે કારણભૂત અભાવના પ્રતિયોગીને(જેનો અભાવ હોય તેને) પ્રતિબંધક કહેવાય છે. કારણભૂત અભાવ અહીં પ્રતિષ્ઠાનો ધ્વંસ છે. તેનો પ્રતિયોગી પ્રતિષ્ઠા છે. તેને પૂજાફળની પ્રત્યે પ્રતિબંધક માનવાનો પ્રસંગ આવશે... એ સ્પષ્ટ છે.
યદ્યપિ અહીં પ્રતિષ્ઠાધ્વસ દ્વારા પ્રતિષ્ઠાને પ્રતિમાજીની પૂજાદિથી પ્રાપ્ત થનારા ફળની પ્રત્યે પ્રયોજક માનવાથી પ્રતિષ્ઠાધ્વંસને લઈને પ્રતિષ્ઠામાં ઉપર જણાવ્યા મુજબ પ્રતિબંધકત્વના વ્યવહારનો પ્રસંગ નિવારી શકાય છે. પરંતુ ભૂતકાલીન અર્થમાં વિહિત ૨ પ્રત્યયસ્થલે પણ લિતા વિદાઃ ઈત્યાદિ સ્થળે ધ્વસ દ્વારા ફળ મનાતું નથી. આશય એ છે કે સંસ્કૃત (સંસ્કાર કરાયેલા) વ્રીહિ(અનાજવિશેષ)ને અનુષ્ઠાન પ્રસંગે વાવવા જોઈએ. આ પ્રમાણે જણાવતી વખતે ત્યાં પ્રોક્ષિતવ્રીહિને જ ફળની પ્રત્યે પ્રયોજક મનાય છે. પરંતુ પ્રોક્ષણ - (સંસ્કરણ)ધ્વસને પ્રયોજક માનવામાં આવતો નથી. તો અહીં પ્રતિષ્ઠાધ્વસને ફળની પ્રત્યે દ્વાર(અવાંતર વ્યાપાર)રૂપે પ્રયોજક માનવાનું કઈ રીતે ઉચિત મનાય ? કારણ કે જે કારણના નાશ પછી લાંબા કાળે જે ફળની પ્રાપ્તિ થાય છે (અર્થાત્ જે ફળની પ્રાપ્તિ થતાં પૂર્વે જ લાંબા કાળે તેના કારણનો નાશ થયો છે) તે ફળની પ્રત્યે તે કારણનું દ્વાર કલ્પાય છે અને તે ભાવસ્વરૂપ જ મનાય છે. દાનાદિ ધર્મની આરાધનાથી ઘણા લાંબા કાળે સ્વર્ગાદિની પ્રાપ્તિ થતી હોય છે. તે વખતે દાનાદિ નાશ પામેલા હોવાથી દાનાદિથી ઉત્પન્ન અપૂર્વ (પુણ્યાદિ) દ્વારા દાનાદિને સ્વર્ગાદિની પ્રત્યે કારણ મનાય છે. અન્યથા અહીં પણ દાનાદિના ધ્વસને સ્વર્ગાદિની પ્રત્યે કારણ માની શકાય છે. પરંતુ અપૂર્વના ઉચ્છેદની આપત્તિના કારણે એમ કરાતું નથી. અન્યથા અપૂર્વના ઉચ્છેદનો પ્રસંગ આવશે - એ સ્પષ્ટ છે.
યદ્યપિ ક્વચિત્ યાગાદિધ્વસમાં સ્વર્ગાદિની પ્રયોજકતા મનાય છે; પરંતુ પ્રતિષ્ઠાધ્વંસમાં દ્વારસ્વરૂપે પ્રયોજતા માનવાનું જ શક્ય નથી. કારણ કે પ્રતિષ્ઠાધ્વસના અભાવમાં પૂજયત્વ તેમના મતે પ્રસિદ્ધ હોવાથી પ્રતિષ્ઠાધ્વંસમાં પ્રતિમાજીની પૂજાદિથી પ્રાપ્ત થનાર ફળની પ્રત્યે પ્રયોજકતા માનવાનું શક્ય નથી; તે જણાવાય છે વિ. ઇત્યાદિ ગ્રંથથી. એનો આશય એ એક પરિશીલન
૧૮૯
Page #193
--------------------------------------------------------------------------
________________
છે કે પ્રતિમાજીના કોઈ અવયવનો નાશ થવાથી તે પ્રતિમાંતર છે; એમ ચિંતામણિકાર માને છે. તેવા પ્રસંગે પ્રતિમાની પ્રતિષ્ઠા થયેલી ન હોવાથી તેનો ધ્વંસ પણ હોતો નથી અને આમ છતાં પ્રતિમાજીને તેઓ પૂજય માને છે. આથી સમજી શકાશે કે પ્રતિષ્ઠાના ધ્વસમાં પૂજાદિ ફળની પ્રયોજકતા માને તો વિનષ્ટઅવયવવાળી પ્રતિમામાં પૂજયત્વ માની શકાશે નહીં.
યદ્યપિ સંસ્કૃત વ્રીહિમાં તે ખંડિત થવા છતાં તેમાં જેમ સંસ્કૃતત્વની બુદ્ધિ થાય છે; તેમ કોઈ અવયવ નાશ પામવાના કારણે પ્રતિમાંતરની ઉત્પત્તિ થવા છતાં ત્યાં તે પ્રતિમા પ્રતિષ્ઠિત છે; તેવી (પ્રતિષ્ઠિતત્વની) બુદ્ધિ થાય છે. તે બુદ્ધિના સામર્થ્યથી જ તે પ્રતિમામાં પૂજયત્વ મનાય છે, તેથી કોઈ દોષ નથી. પરંતુ આ રીતે પ્રતીતિના બળે જો પદાર્થની સિદ્ધિ માને તો નિત્યસ્વાદિ અનેક ધર્મોથી યુક્ત એવી શબલ વસ્તુને માનવાનો પણ તેમને પ્રસંગ આવશે, કારણ કે દ્રવ્યસ્વરૂપે વસ્તુ નિત્ય છે અને પર્યાયસ્વરૂપે તે અનિત્ય છે...ઇત્યાદિ પ્રતીતિ સર્વસિદ્ધ છે. તેના સામર્થ્યથી સ્યાદ્વાદમુદ્રાએ વસ્તુને શબલ માનવામાં આવે તો તે લોકોને સ્વસિદ્ધાંતની હાનિનો પ્રસંગ આવશે... ઈત્યાદિ સ્વયં સમજી લેવું. અત્યંત વિસ્તારથી સર્યું. પ-૧લા. પ્રતિષ્ઠાવિણંતર્ગત મંત્રજાસાદિને જણાવવા માટે વીસમો શ્લોક છે–
सम्प्रदायागतं चेह मन्त्रन्यासादियुक्तिमत् ।
अष्टौ दिनान्यविच्छित्या पूजा दानं च भावतः ॥५-२०॥ सम्प्रदायेति-इह प्रतिष्ठविधौ । मन्त्रन्यासादिकं च क्षेत्रसंशोधनाभिवर्षणादिनिष्पत्तये वायुमेघकुमारादिविषयं । सम्प्रदायागतं शिष्टपारम्पर्यायातं युक्तिमद्भवति । [परः प्राह'-इत्थं विशिष्टन्यायार्जने भावशुद्धनिष्पन्नबिम्बस्य स्थापनावसरे बल्यादि विघ्नोपशान्त्यर्थमापादनमसारं, भावशुद्धेनैव सिद्धेः, मैवं भावसत्यान्तरितस्थापनायां तत्प्राधान्यात्सत्यतातिशयेन स्वारसिकेनैव सिद्धेः । अत्र तूपचारादेव क्षेत्राधिष्ठातृप्रस्तुतशान्त्याद्यर्थं शासनोन्नतित्वेन विशेषाभ्युदयतासिद्धेरन्यथाप्रतिष्ठपत्तेः । केवलं भावसिद्धत्वे पद्मासनपर्यंकादिमुद्राविधीयमानत्वे सिद्धावस्थात्वे जलाभिषेकादिव्यवहृतित्वमनापत्ति यत्परैरुच्यते तन्न, तदेवाभिमतफलेप्सितावाप्तिपूर्वकज्ञायकसिद्धद्रव्यशरीरमत्त्वेनामरैरपि तद्विहितत्वात्सर्वसावद्यवृत्तिमतामनिष्टापत्तिर्भवितेत्यारेकापहारः । तस्मात्स्थापनात्वेऽवस्थान्तरकल्पनाविशेषादाववृद्ध्यैव विहितत्वात्तवापि सिध्येयेन स्थापनमपि अश्लीलं स्यादतो नैव शङ्काव्यभिचारित्वम्] अष्टौ दिनानि यावदविच्छित्या नैरन्तर्येण । पूजा बिम्बस्य । दानं च विभवानुसारेण शासनोन्नतिनिमित्तमिति ।।५-२०।।
“શિષ્ટમાન્ય પરંપરાથી આવેલ મંત્રન્યાસાદિ અહીં યુક્તિયુક્ત છે. આઠ દિવસ સુધી નિરંતર પ્રતિમાજીની પૂજા અને વાચકોને દાન ભાવપૂર્વક આપવું જોઈએ.” - આ પ્રમાણે વીસમાં શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ પ્રતિષ્ઠાવિધિમાં ક્ષેત્રશુદ્ધિ માટે અને પાણીની 9. માં પારો મૂકત () વિદ્યતે | ૧૯૦
ભક્તિ બત્રીશી
Page #194
--------------------------------------------------------------------------
________________
વર્ષા માટે વાયુકુમાર અને મેઘકુમાર દેવસંબંધી મંત્રજાસાદિ કરવાનું શિષ્ટ જનોની પરંપરાથી આવેલું છે - તે યુક્તિયુક્ત છે. આઠ દિવસ સુધી દરરોજ પરમાત્માના પરમતારક બિંબની પૂજા (અંગરચનાદિ સ્વરૂપ વિશિષ્ટ પૂજા) અને યાચકોને પોતાની સંપત્તિને અનુસરી દાન આપવું જોઈએ. ભાવપૂર્વક અપાયેલ દાન વગેરે શાસનની પ્રભાવનાનાં પ્રબળ કારણ છે. શાસનની તેવા પ્રકારની પ્રભાવના માટે ઉપર જણાવ્યા મુજબ નિરંતર આઠ દિવસ સુધી પૂજા અને દાન કરવાં જોઇએ. શક્તિસંપન્ન આત્માઓ પોતાની શક્તિ અનુસાર દાનાદિ કરે તો શાસનની પ્રભાવના ચોક્કસ જ થયા વિના નહિ રહે. શાસન ઉન્નતિના કારણ તરીકે નહિ જણાય ત્યાં સુધી તેની ઉન્નતિ કરવાનું શક્ય નથી. જેમ બને તેમ વધારે આત્માઓના હૃદયમાં શાસન પ્રત્યે બહુમાન પ્રગટે એ આશયવિશેષ શાસનોન્નતિનું પ્રબળ કારણ બને છે. શાસનોન્નતિના નામે પોતાનો પ્રભાવ પાડવાનો ભાવ આવી ન જાય-એનું સતત ધ્યાન રાખવું જોઇએ. જાતને ભૂલીને શાસન-ઉન્નતિ માટે પ્રયત્ન કરવાથી શાસનોન્નતિ પારમાર્થિક બને છે.
અહીં પર પ્રદ થી આરંભીને નવ મારિë અહીં સુધીનો ગ્રંથ ( ) આ મુજબ કૌંસમાં જણાવ્યો છે. પ્રાચીન હસ્તલિખિત પ્રતમાં એ પાઠ ઉપલબ્ધ નથી. અહીં જે ઉપલબ્ધ છે તેમાં અશુદ્ધિ પણ લાગે છે. એટલે તેનું વિવરણ કરવાનું થોડું અઘરું જ છે. છતાં સંભાવ્ય પાઠને આશ્રયીને તે ગ્રંથનો આશય નીચે મુજબ જણાવું છું. અન્યવિવેચનકર્તાનાં વિવેચનોથી પણ તે સમજવાનો પ્રયત્ન જિજ્ઞાસુઓએ કરવો જોઈએ.
પર પ્રહ.. ઇત્યાદિ- અહીં કેટલાક લોકો કહે છે કે વિશેષ પ્રકારના ન્યાયથી પ્રાપ્ત દ્રવ્યાદિ દ્વારા શ્રી જિનબિંબનું નિર્માણકાર્ય ભાવની શુદ્ધિપૂર્વક થયેલું હોવાથી તેની સ્થાપના વખતે વિજ્ઞશાંતિ માટે બલિ વગેરે અપાય છે - તે ઉચિત નથી. કારણ કે ભાવની શુદ્ધિથી જ વિપ્નની શાંતિ થઈ જાય છે. કેટલાક લોકોનું એ કથન યુક્ત નથી. ભાવની વાસ્તવિક અત્યંતર સ્થાપનામાં ભાવની પ્રધાનતા હોવાથી સ્વભાવથી જ પારમાર્થિક ભાવ વડે વિપ્નોની શાંતિ થઈ જાય છે. અહીં તો બાહ્યબિંબસ્થાપના વખતે બલિ વગેરેના ઉપચારથી જ ક્ષેત્રાધિષ્ઠાયક દેવાદિને ઉદ્દેશીને શાંતિ વગેરે માટે ઉપર જણાવ્યા મુજબ મંત્રન્યાસાદિ કરાય છે. તેથી શાસનની ઉન્નતિ થવાના કારણે વિશેષ અભ્યદયની સિદ્ધિ (પુણ્યાનુબંધી પુણ્યવિશેષની સિદ્ધિ) થાય છે. અન્યથા અત્યંતર પ્રતિષ્ઠાની સિદ્ધિ થઈ ગયા પછી બાહ્યપ્રતિષ્ઠા જ અસિદ્ધ બનશે. કારણ કે શાસનની ઉન્નતિ વગેરેના ઉદેશથી તે કરાય છે. કર્મનિર્જરાદિ ફળ તો અત્યંતર પ્રતિષ્ઠાથી પ્રાપ્ત જ છે.
માત્ર ભાવથી જ કાર્ય(ફળ) સિદ્ધ થતું હોય તો; પ્રતિમાજીમાં પદ્માસન અને પર્યકાસન વગેરે મુદ્રા દ્વારા સિદ્ધાવસ્થાની સ્થાપના કરાય છે, પરંતુ તેમ કરવાથી સિદ્ધાવસ્થામાં જળનો અભિષેક વગેરે ન હોવાથી પ્રતિમાજીનો પણ જલાભિષેક વગેરે નહિ કરવાનો પ્રસંગ આવશે (અર્થાતુ જલાભિષેકાદિ વ્યવહાર ઉચિત નહિ મનાય) - આ પ્રમાણે બીજા લોકો જે કહે છે –
એક પરિશીલન
૧૯૧
Page #195
--------------------------------------------------------------------------
________________
તે બરાબર નથી. કારણ કે પોતાના ઇષ્ટફળની પ્રાપ્તિ પૂર્વે, જ્ઞાયક શ્રી સિદ્ધભગવંતોના દ્રવ્યશરીરને ઇન્દ્રાદિદેવતાઓએ પણ જલાભિષેકાદિ કાર્ય કર્યું છે. કહેવાનો આશય એ છે કે શ્રી તીર્થંકરપરમાત્માના નિર્વાણ વખતે પૂ. ગણધરભગવંતાદિ મહાત્માઓ પણ શ્રી સિદ્ધપદને તેમ જ સદ્ગતિને પ્રાપ્ત કરે છે. કાળધર્મ પામતાં પૂર્વેના તેમના શરીરને જ્ઞાયકસિદ્ધ દ્રવ્યશરીર કહેવાય છે. તે સિદ્ધદ્રવ્યાવસ્થામાં તેઓશ્રી જલાભિષેકાદિથી રહિત હતા તોપણ દેવતાઓએ તે શરીરને જલાભિષેકાદિ કર્યા છે. વિવેકસંપન્ન દેવતાઓ પણ જો તે કાર્ય કરે છે; તો સર્વસાવદ્યયોગમાં પ્રવર્તનારા ગૃહસ્થો તે ન કરે તો તેમના માટે તે અનિષ્ટની આપત્તિનું કારણ બનશે. આ રીતે બીજાની શંકાનો પરિહાર થાય છે.
અહીં યાદ રાખવું જોઈએ કે શંકાકાર સ્થાપનાનો નિષેધ કરતા નથી. માત્ર જલાભિષેકાદિનો નિષેધ કરે છે. તેથી ઉપર જણાવ્યા મુજબ તેમની શંકાનો પરિહાર કર્યો છે. હવે તમ્મતિથીપનાત્વે ઈત્યાદિ ગ્રંથથી એ જણાવાય છે કે સ્થાપનાને કર્યા પછી જલાભિષેકાદિ પણ તારે માનવા પડશે. તવામિમત અહીંના તવ નો અન્વય સિચ્ચે ની સાથે કરવો. આથી ગ્રંથાશય સમજી શકાશે કે સ્થાપનામાં સિદ્ધાવસ્થાપૂર્વેની જન્મ, દીક્ષા અને અનશનાદિ અવસ્થાવિશેષની કલ્પનાએ થતી ભાવવૃદ્ધિના કારણે જલાભિષેકાદિ કરાય છે. અન્યથા શંકાકાર એ ન માને તો સ્થાપના અશ્લીલ (નગ્નતાદિસૂચક) માનવી પડશે. આથી સ્પષ્ટ છે કે શંકાના કારણે જે વ્યભિચાર (વ્યર્થત્વ) જણાતો હતો તે નહિ જણાય... આ રીતે પર: પ્રદ. મારિત્વનું આ ગ્રંથનો યથાશ્રુતાર્થ મને જે જણાયો તે જણાવ્યો છે. ટ્વિશિિા મા.” (પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ-ધોળકા) આ પુસ્તકના પે.નં. ૧૪૭-૧૪૮-૧૪૯-૧૫૦ માં એ વિષયમાં જે જણાવ્યું છે તેનો પણ વિચાર કરવો. પ-૨ની ઉપર જણાવ્યા મુજબ પ્રતિષ્ઠાનું કાર્ય પૂર્ણ થયા પછી જે કરવાનું છે તે જણાવાય છે–
पूजा प्रतिष्ठितस्येत्थं बिम्बस्य क्रियतेऽर्हतः ।
भक्त्या विलेपनस्नानपुष्पधूपादिभिः शुभैः ॥५-२१॥ પૂતિ–વ્યm: II-૨છા.
“આ પ્રમાણે વિધિપૂર્વક પ્રતિષ્ઠિત થયેલા શ્રી અરિહંત પરમાત્માના પરમતારકબિંબની શુભ એવાં વિલેપન, સ્નાન, પુષ્ય અને ધૂપ વગેરે દ્રવ્યોથી ભક્તિપૂર્વક પૂજા કરાય છે.” - એકવીસમા શ્લોકનો એ અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. પ્રતિમાની પૂજા કરતી વખતે સુગંધી એવા જળથી સ્નાત્ર કરવું. સુગંધી ચંદન, કંકુ વગેરેથી વિલેપન કરવું. સુગંધી અને ઉત્તમ જાતિનાં પુષ્પો ચઢાવવાં, સુગંધી ધૂપ અને બીજાં એ જાતિનાં સુગંધી દ્રવ્યોના ઉપયોગથી પૂજા કરતી વખતે વાતાવરણ સુવાસિત કરવું. સ્વ-પરના મનને હરી લે – એ રીતે પોતાની સંપત્તિને
૧૯૨
ભક્તિ બત્રીશી
Page #196
--------------------------------------------------------------------------
________________
અનુસારે ઉદારતાપૂર્વક ત્રિકાળ પૂજન કરવું. શાસ્ત્રમાં જણાવેલ તે તે કાળે અથવા પોતાની આજીવિકાને હાનિ ન પહોંચે તે કાળે પૂજન કરવું.
તેમ જ “જેઓએ પોતાની ઉપર ઉપકાર કર્યો નથી; એવા પણ પરજનોના હિતમાં તત્પર; મોક્ષને આપનારા તથા દેવેન્દ્રોથી પૂજાયેલા ભગવાન હિતના અર્થીઓ માટે પૂજય છે.”... આવી ભક્તિભાવનાથી શ્રી અરિહંત પરમાત્માની પૂજા કરવી જોઇએ. આવી પૂજાને પૂજા કહેવાય. વર્તમાનમાં આવું ઓછું જોવા મળે. શાસ્ત્રોક્ત વિધિનું પાલન; ઉદારતાપૂર્વક શુદ્ધ દ્રવ્યોનો ઉપયોગ; કાલાદિનું નૈયત્ય અને ઉપર જણાવેલો ભક્તિભાવ વગેરેથી કરાતી પૂજા વિવલિત ફળને આપનારી છે. શાસ્ત્રવિહિત પણ અનુષ્ઠાન વિધિના પાલનાદિ વિના તારક બનતું નથી. અનુષ્ઠાન કરવા છતાં તેનું વિવલિત ફળ ન મળે તો તે અનુષ્ઠાન સુધારવું જ જોઈએ. - એટલો ખ્યાલ અનુષ્ઠાનના કરનારાને હોવો જોઇએ. પ-૨૧ હવે પૂજાના પ્રકાર જણાવાય છે–
सा च पञ्चोपचारा स्यात् काचिदष्टोपचारिका ।
अपि सर्वोपचारा च निजसम्पद्विशेषतः ॥५-२२॥ सा चेति-पञ्चोपचारा जानुकरद्वयोत्तमाङ्गः, उपचारयुक्तागमप्रसिद्धैः पञ्चभिर्विनयस्थानैर्वा । अष्टोपचारिका अष्टभिरङ्गरुपचारो यस्यां भवति, तानि चामूनि-“सीसमुरोअरपिट्ठी दो बाहू उस्कआ य अटुंगा” । सर्वोपचारापि च देवेन्द्रयायेन । निजसम्पद्विशेषतः सर्वबलविभूत्यादिना ॥५-२२॥
“તે પૂજા ત્રણ પ્રકારની છે. પચ્ચોપચાર, અપચારા અને પોતાની સંપત્તિવિશેષને આશ્રયીને સર્વોપચારા” - આ પ્રમાણે બાવીશમી ગાથાનો અર્થ સુગમ છે. કહેવાનો ભાવ એ છે કે બે જાનુ (ઢીંચણ), બે હાથ અને મસ્તક – એ મળીને પાંચ અંગોથી વિનયઉપચાર કરવા વડે પચ્ચોપચારા' પૂજા થાય છે તેમ જ આગમમાં પ્રસિદ્ધ એવાં પાંચ વિનયના સ્થાનના આસેવનથી પણ પોપચારા' પૂજા થાય છે. સચિત્ત પુષ્પમાલાદિનો ત્યાગ કરવો; અચિત્ત હાર વગેરેનો ત્યાગ ન કરવો; ખેસ ધારણ કરવો; પ્રતિમાજીનાં દર્શન થતાંની સાથે અંજલિ કરવી અને મનની એકાગ્રતા કરવી – આ પાંચ પ્રકારના વિનયના ઉપચારથી પૂજાને પચ્ચોપચારા પૂજા કહેવાય છે.
અષ્ટોપચારા પૂજા આઠ અંગના ઉપચારથી કરાય છે. મસ્તક, છાતી, પેટ, પીઠ, બે હાથ અને બે સાથળ - આ આઠ અંગોથી જે દંડવત પ્રણામ કરાય છે, તેને “અષ્ટોપચારા' પૂજા કહેવાય છે અને ત્રીજી પૂજામાં ઇન્દ્રાદિદેવોની જેમ પોતાની સંપત્તિને અનુરૂપ સર્વ બલ (ચતુરંગસેના સર્વવાહનાદિ); સર્વપરિવાર, સર્વસંપત્તિ, સર્વ અલંકાર અને સર્વ આદર વડે પરમાત્માની પૂજા-ભક્તિ કરાય છે, તેને “સર્વોપચારા પૂજા કહેવાય છે. સવ્વલi. ઇત્યાદિ
એક પરિશીલન
૧૯૩
Page #197
--------------------------------------------------------------------------
________________
આગમમાં વર્ણવેલી ઇન્દ્રાદિની જેમ શ્રી દશાર્ણભદ્રાદિએ કરેલી જે પૂજા છે, તેને “સર્વોપચારા પૂજા કહેવાય છે. પ-૨રા ઉપર જણાવેલી પણ પૂજા કેવા પૈસાથી અને કેવા આત્માએ કરવી જોઇએ તે જણાવાય છે–
इयं न्यायोत्थवित्तेन कार्या भक्तिमता सता ।
विशुद्धोज्ज्वलवस्त्रेण शुचिना संवृतात्मना ॥५-२३॥ इयमिति-इयं पूजा न्यायोत्थवित्तेन भावविशेषात्परिशोधितद्रव्येण । भक्तिमता सता कार्या । विशुद्धं पट्टयुग्मादि रक्तपीतादिवर्णमुज्ज्वलं च वस्त्रं यस्य तेन । तदुक्तं-“सितशुभवस्त्रेणेति” । शुचिना द्रव्यतो देशसर्वस्रानाभ्यां । भावतश्च विशुद्धाद्यवसायेन । संवृतात्मना अंगोपांगेन्द्रियसंवरवता ।।५-२३॥
“ન્યાયથી પ્રાપ્ત અને પરિશુદ્ધ એવા વિત્ત(ધનાદિ દ્રવ્ય)થી વિશુદ્ધ અને ઉજ્જવળ એવા વસ્ત્રને ધારણ કરી દ્રવ્ય અને ભાવથી પવિત્ર, એવા ભક્તિમાને ઈન્દ્રિયાદિની અશુભ ચેષ્ટાઓનો નિરોધ કરીને આ પૂજા કરવી જોઇએ.” – આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે પૂર્વશ્લોકમાં વર્ણવેલી પૂજા ન્યાયથી પ્રાપ્ત થયેલા દ્રવ્યથી જ કરવી જોઇએ. અન્યાયથી પ્રાપ્ત એવા વિત્તથી પૂજા કરવાનું ઉચિત નથી. સામગ્રી ગમે તેટલી શ્રેષ્ઠ હોય પરંતુ તે અન્યાયથી ઉપાર્જિત દ્રવ્યથી મેળવેલી ન હોવી જોઈએ. ન્યાયથી પ્રાપ્ત વિત્તમાં બીજા કોઈનું વિત્ત આવી ગયું હોય તો તેટલા પ્રમાણમાં તેનું પુણ્ય તેને પ્રાપ્ત થાઓ' આવી ભાવનાથી તેમ જ ન્યાયથી પ્રાપ્ત પણ ધન છોડવાજેવું છે, રાખવાજેવું નથી. આજે નહિ તો કાલે ગમે ત્યારે જે અવશ્ય નાશ પામવાનું છે તો તેનો સદુપયોગ કરી લેવો – એ જ હિતાવહ છે... ઇત્યાદિ ભાવથી ન્યાયોપાત્તવિત્તને પરિશુદ્ધ બનાવીને તે દ્રવ્યથી પૂજા કરવી.
પૂજા કરતી વખતે વિશુદ્ધ વસ્ત્રયુગલ લાલ, પીળા વગેરે વર્ણવાળું પહેરવું - આ પ્રમાણે શ્રી ષોડશકપ્રકરણમાં જણાવતાં ફરમાવ્યું છે કે “સિતગુમવન્નેન' - પવિત્ર ઉજ્જવળ વસ્ત્રને ધારણ કરવા વડે પૂજા કરવી. પૂજા કરતાં પૂર્વે દેશથી અથવા સર્વથા સ્નાન કરવાનું આવશ્યક છે. હાથ, પગ અને મુખના પ્રક્ષાલનને દેશસ્નાન કહેવાય છે અને પગથી મસ્તક સુધીના પ્રક્ષાલનને સર્વસ્નાન કહેવાય છે. આ બે પ્રકારનું દ્રવ્યસ્નાન છે. આગમમાં પ્રસિદ્ધ એવા કર્મમલના પ્રક્ષાલનના અધ્યવસાયવિશેષને ભાવ સ્નાન કહેવાય છે. આવાં બંને પ્રકારનાં (દ્રવ્ય-ભાવ) સ્નાનથી પવિત્ર બનીને પૂજા કરવાની છે. પૂજા કરતી વખતે અંગ(હસ્તાદ), ઉપાંગ(આંગળી વગેરે) અને ઈન્દ્રિયોની અશુભચેષ્ટાઓનો વિરોધ કરવા વડે સંવૃત (સંયત) બનેલા આત્માએ પૂજા કરવી જોઇએ. શરીર કે ઇન્દ્રિયો દ્વારા કર્મબંધ જે રીતે ન થાય તે રીતે પૂજા કરવી. શરીરાદિને સંયમિત બનાવ્યા વિના આત્માને સંવરભાવની પ્રાપ્તિ થતી નથી. કાયાનો સંયમ, મનની એકાગ્રતા માટે ખૂબ જ આવશ્યક છે. અપ્રશસ્ત વિષય-ખાનપાનાદિમાં એ અનુભવસિદ્ધ છે./૫-૨all
૧૯૪
ભક્તિ બત્રીશી
Page #198
--------------------------------------------------------------------------
________________
પ્રતિષ્ઠા પછી પૂજાનું નિરૂપણ શરૂ કર્યું છે. તેમાં પુષ્પાદિપૂજાનું નિરૂપણ કર્યું. હવે સ્તોત્રપૂજાનું નિરૂપણ કરાય છે
पिण्डक्रियागुणोदारैरेषा स्तोत्रैश्च सङ्गता ।
પાર્ટી િસચાણાનપુર:-૨૪ના पिण्डेति-पिण्डं शरीरमष्टोत्तरलक्षणसहस्रकलितं । क्रिया आचारो दुर्वारपरीषहोपसर्गजयलक्षणः । गुणाः श्रद्धाज्ञानविरतिपरिणामादयः, केवलज्ञानदर्शनादयश्च । तैरुदारैर्गम्भीरैः । पापानां रागद्वेषमोहपूर्वं स्वयं-कृतानां । गर्दा भगवत्साक्षिकनिन्दारूपा तया परैः प्रकृष्टैः । सम्यक् समीचीनं यत् प्रणिधानमैकाग्र्यं તપુર:સરે: સ્તોત્રજ | gષા પૂળા / સતી ll૧-૨૪
“શરીર, ક્રિયા અને ગુણોના વર્ણનથી ગંભીર, પોતાના પાપની ગહ કરવામાં તત્પર અને સારી રીતે કરાતા પ્રણિધાનપૂર્વકનાં સ્તોત્રોથી આ પૂજા સંગત છે.” - આ પ્રમાણે ચોવીસમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પુષ્પાદિ ઉત્તમ દ્રવ્યોથી જેમ પૂજા કરાય છે તેમ ઉત્તમ સ્તોત્રોથી પૂજા કરવી જોઈએ. એક હજાર આઠ લક્ષણોથી અને અદ્ભુતરૂપાદિથી યુક્ત શરીરને પિંડ કહેવાય છે. દુઃખે કરીને જેનું નિવારણ કરી શકાય એવા પરીસહ અને ઉપસર્ગ ઉપર વિજય પ્રાપ્ત કરવા વગેરે સ્વરૂપ આચારને ક્રિયા કહેવાય છે. શ્રદ્ધા, જ્ઞાન, વિરતિ વગેરે પરિણામ સ્વરૂપ ગુણો છે. પિંડ, ક્રિયા અને ગુણોના વર્ણનથી ગંભીર એવાં સ્તોત્રો દ્વારા પરમાત્માની સ્તોત્રપૂજા કરવી જોઇએ. તેમ જ રાગ, દ્વેષ અને મોહપૂર્વક પોતે કરેલાં પાપોની ભગવંતાદિની સાક્ષીએ કરાતી નિંદાને પાપગઈ કહેવાય છે. એ ગહ વખતે કેવો પાપી છું અને પરમાત્મા કેવા પાપરહિત છે'... ઇત્યાદિ પ્રકારના ભાવથી વાસિત હોવાથી પાપગઈથી યુક્ત એવાં સ્તોત્રો પ્રવૃષ્ટ હોય છે. એવાં સ્તોત્રોથી પૂજા કરવી જોઈએ. આ સ્તોત્રો પણ સારી રીતે સુંદર પ્રણિધાન(એકાગ્રતા)પૂર્વક બોલવાનાં હોવાથી આ પૂજા સમ્યક્મણિધાનપુરસર સ્તોત્રોથી થતી હોય છે. એવી સ્તોત્રપૂજા સંગત છે અર્થાત્ ફળને આપનારી છે.
શ્રી ષોડશકપ્રકરણમાં સ્તોત્રનું સ્વરૂપ જણાવતાં ફરમાવ્યું છે કે(૧) પિંડ, ક્રિયા અને ગુણને જણાવનારાં. (૨) અર્થગંભીર. (૩) છંદ અને અલંકારોની રચનાના કારણે વિવિધ વર્ણવાળાં. (૪) આશયશુદ્ધિને કરનારાં. (૫) સંવેગ પ્રાપ્ત કરાવનારાં. (૬) પરમપવિત્ર. (૭) પોતાના પાપનું નિવેદન કરનારાં.
એક પરિશીલન
૧૯૫
Page #199
--------------------------------------------------------------------------
________________
(૮) ઉપયોગપ્રધાન.
(૯) વિવિધ અર્થને જણાવનારાં.
(૧૦) અસ્ખલિતાદિ ગુણોવાળાં અને
(૧૧) મહાબુદ્ધિમાનોએ રચેલાં સ્તોત્રથી પૂજા કરવી જોઇએ.
ઉત્તમોત્તમ દ્રવ્યોથી જેમ દ્રવ્યપૂજા કરવાની છે તેમ સ્તોત્રપૂજા પણ ઉત્તમોત્તમ સ્તોત્રથી ક૨વાની છે. ઉપર જણાવેલી અગિયાર વિશેષતાથી વિશિષ્ટ સ્તોત્રથી સ્તોત્રપૂજા કરવાનું સદ્ભાગ્ય મળે તો ખરેખર જ આનંદની અવિધ ન રહે. આજે રચાતાં સ્તોત્રોમાં એવી વિશેષતા પ્રાયઃ જોવા મળે નહિ. ઉપર જણાવ્યા મુજબનાં સ્તોત્રો બધા જ રચી શકે એવું ન જ બને. પરંતુ પૂર્વના આચાર્યભગવંતાદિ મહાબુદ્ધિમાન મહાત્માઓએ રચેલાં સ્તોત્રોથી સ્તોત્રપૂજા કરવાનું સદ્ભાગ્ય મળ્યું હોય ત્યારે; આપણે નવાં સ્તોત્રો બનાવીને પૂજા કરવાની ખરેખર જ આવશ્યકતા નથી. એક તો ભાવ આવે નહિ અને કદાચ આવે તો શબ્દથી એ વર્ણવતાં ફાવે નહિ. આવી સ્થિતિમાં ભાવાવવાહી વિશિષ્ટ સ્તોત્રોની રચનાથી મહાત્માઓએ આપણી ઉપર ખૂબ જ અનુગ્રહ કર્યો છે. એ અનુગ્રહને ઝીલીને ઉપર જણાવ્યા મુજબનાં ઉત્તમોત્તમ સ્તોત્રોથી સ્તોત્રપૂજા કરવી જોઇએ... એ પરમાર્થ છે. II૫-૨૪॥
પ્રકારાંતરે પૂજાના ત્રણ પ્રકાર જણાવાય છે—
अन्ये त्वाहुस्त्रिधा योगसारा सा शुद्धिचित्ततः (वित्तशुद्धितः) । अतिचारोज्झिता विघ्नशमाभ्युदयमोक्षदा ।।५-२५ ।।
अन्ये त्विति - अन्ये त्वाचार्याः प्राहुः सा पूजा । योगसारा त्रिधा काययोगप्रधाना वाग्योग प्रधाना मनोयोगप्रधाना च । शुद्धिचित्ततः (वित्तशुद्धितः) कायादिदोषपरिहाराभिप्रायादतिचारोज्झिता शुद्ध्यतिचारविकला यथाक्रमं विघ्नशमदा अभ्युदयदा मोक्षदा च । तदुक्तं षोडशके - " कायादियोगसारा त्रिविधा तच्छुक्युपात्तवित्तेन । या तदतिचाररहिता सा परमान्येति समयविदः || १ || विघ्नोपशमन्याद्या गीताSभ्युदयप्रसाधनी चान्या । निर्वाणसाधनीति च फलदा तु यथार्थसंज्ञाभिः |२| ||५-२५ ।।
“બીજા આચાર્યભગવંતો કહે છે કે યોગ જેમાં સાર-પ્રધાનભૂત છે એવી મનોયોગસારા, વચનયોગસારા અને કાયયોગસારા : આ ત્રણ પ્રકારે પૂજા ત્રણ પ્રકારની છે. શુદ્ધિથી યુક્ત ચિત્તને આશ્રયીને અતિચારથી રહિત એવી એ પૂજા અનુક્રમે વિઘ્નના શમને આપનારી, અભ્યુદયને આપનારી અને મોક્ષને આપનારી બને છે.” – આ પ્રમાણે ઉપર જણાવેલા પચીશમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સ્પષ્ટ છે કે પૂજા કરતી વખતે મન, વચન અને કાયાનો પરિશુદ્ધ ઉપયોગ હોવો જોઇએ. પૂજા માટે જે રીતે મનની એકાગ્રતા કેળવવાની છે, સૂત્ર, સ્તુતિ વગેરે જે રીતે બોલવાનાં છે અને કાયાને જે રીતે વંદનાદિમાં પ્રવર્તાવવાની છે, તે રીતે ચોક્કસપણે ઉપયોગ
ભક્તિ બત્રીશી
૧૯૬
Page #200
--------------------------------------------------------------------------
________________
રાખી તે તે જે પૂજા કરાય છે, તેને અનુક્રમે મનોયોગસારા, વચનયોગસારા અને કાયયોગસારા પૂજા કહેવાય છે. પૂજામાં મન-વચન-કાયાની શુદ્ધિનું ખૂબ જ મહત્ત્વ છે. યોગશુદ્ધિ અને યોગપ્રણિધાન વગેરે સ્વરૂપે એનું વર્ણન અનેક ગ્રંથોમાં કર્યું છે. પૂજા કરનારાએ એનો ખ્યાલ રાખી મન-વચન-કાયાના યોગોને સારભૂત-પ્રધાન બનાવવા જોઇએ. મનમાં તરવાનો ભાવ હોય, જ્ઞાનની પ્રત્યે અગાધ પ્રેમ હોય અને વિધિ પ્રત્યે ઉત્કટ રાગ હોય તો ઉપર જણાવ્યા મુજબની યોગના સારવાળી પૂજા ખૂબ જ સરળતાપૂર્વક કરી શકાશે.
શુદ્ધિથી યુક્ત એવા ચિત્તને આશ્રયીને કાયાદિ દોષોના પરિવારના કારણે અતિચારરહિત પૂજા થાય છે. એવી અતિચારરહિત પૂજા અનુક્રમે વિનાશાંતિને કરનારી, અભ્યદયને આપનારી અને નિર્વાણપદને સાધી આપનારી બને છે. અહીં શ્લોકમાં “શકિથિત ' ના સ્થાને વિત્તશુદ્ધિતઃ' આવો પાઠ મનાય તો તેનો આશય એ સમજવો કે મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક પ્રાપ્ત કરેલા તેવા પ્રકારના શુદ્ધ વિત્ત-દ્રવ્યથી જે પૂજા થાય છે તે અતિચારથી રહિત પૂજા શ્રેષ્ઠ છે.
આ વિષયમાં શ્રી ષોડશકપ્રકરણમાં જણાવ્યું છે કે - કાયાદિયોગો જેમાં સારભૂત છે એવી કાયયોગસારા, વચનયોગસારા અને મનોયોગસારા - આ પ્રમાણે પૂજા ત્રણ પ્રકારની છે. કાયાદિની શુદ્ધિથી પ્રાપ્ત કરેલા વિત્તથી જે પૂજા થાય છે તે પૂજા શ્રેષ્ઠ છે – એમ બીજા આગમના જાણકારો કહે છે. પહેલી “કાયયોગસારા પૂજા વિનોને ઉપશમાવતી હોવાથી વિદ્ગોપશમની કહેવાય છે. બીજી “વાગ્યોગસારા” પૂજા અભ્યદયને આપનારી હોવાથી “અલ્યુદયપ્રસાધની કહેવાય છે અને ત્રીજી “મનોયોગસારા પૂજા વાસ્તવિક (પારમાર્થિક-મોક્ષ) ફળને આપનારી હોવાથી તેને નિર્વાણ સાધની કહેવાય છે. આ રીતે તે તે અર્થને જણાવનારાં તે તે નામવાળી (અર્થને અનુસરતા નામવાળી) તે તે પૂજા છે. પ-૨પા કાયયોગસારાદિ ત્રણ પૂજામાં જે થાય છે તે જણાવાય છે
आद्ययोश्चारुपुष्पाद्यानयनैतन्नियोजने ।
અન્યાયાં મનસા સર્વ સમ્પવિતિ સુન્દરમ્ રદ્દા आद्ययोरिति-आद्ययोः कायवाग्योगसारयोः पूजयोः क्रमात् पुष्पादिकं प्रधानपुष्पगन्धमाल्यादिकं सेवते च स्वयमेव ददाति, आनयति च वचनेन अन्यतोऽपि क्षेत्रात् । तदुक्तं-“प्रवरं पुष्पादि सदा चाद्यायां सेवते तु तदाता । आनयति चान्यतोऽपि हि नियमादेव द्वितीयायाम् ।।१।।” अन्त्यायां मनोयोगसारं (सारायां) । सर्वं सुन्दरं पारिजातकुसुमादि मनसा सम्पादयति । तदुक्तं- त्रैलोक्यसुन्दरं यन्मनसापादयति તરૂ ઘરમાયામ્” | તિ II-૨દ્દા
એક પરિશીલન
૧૯૭
Page #201
--------------------------------------------------------------------------
________________
“પ્રથમ બે પૂજામાં અનુક્રમે પૂજક સુંદર પુષ્પ વગેરે લાવે છે અને બીજાની પાસે બીજા સ્થાનેથી મંગાવે છે. છેલ્લી પૂજામાં મનથી, તે બધી સુંદર સામગ્રી પ્રાપ્ત કરાય છે.” આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે, પહેલી કાયયોગસારા નામની પૂજામાં સુંદર પુષ્પાદિ દ્રવ્યોને તે પૂજા કરનારા સેવે છે અર્થાત્ તે દ્રવ્યો પૂજા વખતે ચઢાવે છે - અર્પણ કરે છે. બીજી વાગ્યોગસારા નામની પૂજામાં સારાં પુષ્પાદિ ઉત્તમ દ્રવ્યો કોઈને કહીને બીજે સ્થાનેથી મંગાવીને પણ પૂજા કરનારા વાપરે છે. શ્રી ષોડશકપ્રકરણમાં પણ આ અંગે જણાવ્યું છે કે – “પ્રથમ વિજ્ઞોપશમની (કાયયોગસારા) પૂજા વખતે તે પૂજા કરનારા સારામાંનાં પુષ્પ વગેરે સદા સેવે છે અર્થાતુ પોતાના હાથે અર્પણ કરે છે. બીજી અભ્યદયપ્રસાધની (વાગ્યોગસારા) પૂજામાં તે પૂજા કરનારા ચોક્કસ રીતે બીજે સ્થાનેથી સારામાંનાં પુષ્પાદિ મંગાવે પણ છે. આથી સમજી શકાશે કે પ્રથમ પૂજાને કરનારા પૂજામાં પુષ્પો, સુગંધી દ્રવ્યો અને પુષ્પોની ગૂંથેલી માળા વગેરે પૂજાનાં દ્રવ્યો કાયમ માટે સારામાં સારાં જે દ્રવ્યો છે તે જ વાપરે છે. ગમે તેવાં પુષ્પાદિ દ્રવ્યોથી કાયયોગસારા” પૂજા થતી નથી. પ્રારંભિકપૂજામાં પણ જે રીતે દ્રવ્યશુદ્ધિ કરવાનું ફરમાવ્યું છે એ જોતાં તો એમ જ લાગે કે પ્રથમ પૂજા કરવાનું પણ અઘરું છે. જે દ્રવ્ય ઉપલભ્ય છે તેમાંથી જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દ્રવ્યોને લઈને પહેલા પ્રકારની પૂજા કરવાની છે. વર્તમાન સ્થિતિ ખૂબ જ દયનીય છે. દરરોજ કરાતી પૂજામાં તો દૂર રહ્યું પરંતુ વિશેષ રીતે કરાતી પૂજામાં પણ દ્રવ્યશુદ્ધિ અંગે તેનો ઉપયોગ રાખવાનું બનતું નથી.
બીજી અભ્યદયપ્રસાધની પૂજામાં થોડું આગળ વધવાનું છે. પોતાના સ્થાનમાં ઉત્તમ દ્રવ્યો મળતાં ન હોય તો બીજે સ્થાનેથી કોઈને કહીને તે તે દ્રવ્યો મંગાવીને પણ તે તે દ્રવ્યોથી પૂજા કરવાની છે. એવી પૂજાને બીજી વાગ્યોગસારા પૂજા કહેવાય છે. હૈયાની ઉદારતા અને પરમાત્માની પ્રત્યે ઉત્કટ બહુમાન હોય તો જ એ પૂજા શક્ય બનશે. “આ દ્રવ્ય વિના નહિ જ ચાલે' આવા પરિણામને કારણે આ રીતે બીજે સ્થાનેથી પણ દ્રવ્યો મંગાવીને પૂજા કરવામાં આવે છે. શક્તિસંપન્નતા કરતાં પણ ભાવસંપન્નતાનું મહત્ત્વ ઘણું છે. પરમાત્માની સર્વોત્કૃષ્ટતાનો ખ્યાલ આવે તો ભાવ આવ્યા વિના નહીં રહે. સામાન્ય કોટિનો ઉપકાર કરનારા પ્રત્યે જો અહોભાવ આવતો હોય તો સર્વોત્કૃષ્ટ ઉપકાર કરનારા પરમાત્માની પ્રત્યે અહોભાવ ન આવવાનું કોઈ જ કારણ નથી.
છેલ્લી મનોયોગસારા (નિર્વાણપ્રસાધની) પૂજામાં જે દ્રવ્યો ઉપલબ્ધ નથી અને જે દ્રવ્યો મંગાવી પણ શકાતાં નથી – એવાં ઉત્તમોત્તમ પારિજાતનાં પુષ્પ વગેરે દ્રવ્યો મનથી પ્રાપ્ત કરાય છે. તેવા દ્રવ્યથી મનથી પૂજા કરાય છે. આ લોકમાં જે ઉત્તમોત્તમ દ્રવ્ય છે તેનાથી તો ત્રીજી પૂજાને કરનારા દરરોજ પૂજા કરતા હોય છે. પરંતુ ત્રણ લોકમાં જે સુંદર છે એવાં નંદનવનાદિ સ્થાનોમાં પ્રાપ્ત થનારાં પારિજાતનાં પુષ્પ વગેરે દ્રવ્યોને છેલ્લી પૂજામાં મનથી પ્રાપ્ત કરાય છે.
ભક્તિ બત્રીશી
૧૯૮
Page #202
--------------------------------------------------------------------------
________________
જે મળ્યું છે એને સારામાં સારું માનીને ઉપયોગમાં લેવાનું કાર્ય દરરોજ કરીને પરમતૃપ્તિનો અનુભવ આપણે કરતા જ હોઈએ છીએ. ઈન્દ્રાદિદેવો પરમાત્માની પૂજા માટે જેવાં દ્રવ્યો વાપરે છે; એવાં દ્રવ્યોના અભાવે મનથી જ એ દ્રવ્યની કલ્પના કરીને ઉપલભ્ય ઉત્તમોત્તમ દ્રવ્યોથી છેલ્લી નિર્વાણપ્રસાધની પૂજા કરાય છે. નવમા ષોડશકની બારમી ગાથાના પૂર્વાદ્ધમાં જણાવ્યું છે કે ત્રણ લોકમાં જે સુંદર છે તેવાં પુષ્પાદિને તેઓ મનથી પ્રાપ્ત કરે છે.. ઇત્યાદિ બરાબર સમજી લેવું. //પ-૨૬
પૂજા કરવા માટે સ્નાન વગેરે કરવું પડતું હોવાથી છકાય જીવોના વધનો પ્રસંગ આવે છે તેથી તે પૂજા યુક્ત નથી. આ પ્રમાણેની શંકાનું નિરાકરણ કરાય છે–
न च स्नानादिना कायवधादत्रास्ति दुष्टता । दोषादधिकभावस्य तत्रानुभविकत्वतः ॥५-२७॥
न चेति- न चात्र पूजाविधौ । कायवधाज्जलवनस्पत्यादिविराधनात् सानादिना दुष्टताऽस्ति । दोषात् कायवधदोषाद् । अधिकभावस्य सानादिजनिताधिकशुभाध्यवसायस्य । अनुभविकत्वतोऽनुभवसिद्धत्वात् । तदिदमुक्तं-“सानादौ कायवधो न चोपकारो जिनस्य कश्चिदपि । कृतकृत्यश्च स भगवान् व्यर्था पूजेति मुग्धमतिः ॥१॥ कूपोदाहरणादिह कायवधोऽपि गुणवान् मतो गुणिनाम् (गृहिणः) । मन्त्रादेरिव च ततस्तदनुपकारेऽपि फलभावः ।।२।। कृतकृत्यत्वादेव च तत्पूजा फलवती गुणोत्कर्षात् । तस्मादव्यर्थेषारम्भवतोऽन्यत्र विमलधियः ॥३॥" ॥५-२७॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે, અહીં પૂજા કરવામાં સ્નાનાદિના કારણે અપૂકાય અને વનસ્પતિકાય વગેરેની વિરાધના થતી હોવાથી પૂજામાં દોષ છે - આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે એ કાયવધસ્વરૂપ દોષ કરતાં પણ સ્નાન પૂજા વગેરેના કારણે ઉત્પન્ન થનારો શુભભાવ અધિક છે – એ અનુભવસિદ્ધ છે અર્થાત્ દોષ કરતાં પણ ગુણની પ્રાપ્તિ અધિક છે. શ્રી ષોડશકપ્રકરણમાં આ વસ્તુને જણાવતાં ફરમાવ્યું છે કે – સ્નાનાદિમાં છકાયજીવોનો વધ સ્પષ્ટ છે. તેનાથી શ્રી જિનેશ્વરદેવને કોઈ ઉપકાર નથી. કારણ કે ભગવાન કૃતકૃત્ય છે. તેથી પૂજા વ્યર્થ છે - આ પ્રમાણે મૂઢબુદ્ધિવાળા શંકા કરે છે.
એ શંકાનું સમાધાન કરતાં જણાવ્યું છે કે કૂવાના દષ્ટાંતથી અહીં પૂજાના વિષયમાં થતો કાયવધ પણ ગૃહસ્થો માટે ગુણવાન મનાય છે. મંત્ર વગેરેની જેમ તેના સ્મરણ વગેરેથી તેને (મંત્ર વગેરેને) લાભ ન હોવા છતાં તેના સ્મરણાદિ કરનારાને લાભ થાય છે તેમ પૂજા કરનારાને પણ પૂજા કરવાથી લાભ થાય છે. ભગવાન કૃતકૃત્ય હોવાથી જ તે સ્વરૂપે ગુણોત્કર્ષના કારણે તેઓશ્રીની પૂજા ફળવાળી છે. આથી સિદ્ધ થાય છે કે પોતાના શરીરાદિ માટે આરંભ(હિંસાદિ)ને કરનારા નિર્મળબુદ્ધિવાળા ગૃહસ્થો માટે પૂજા વ્યર્થ(નકામી) નથી.
એક પરિશીલન
૧૯૯
Page #203
--------------------------------------------------------------------------
________________
આશય એ છે કે મૂઢબુદ્ધિવાળા શંકા કરનારાએ જે શંકા કરી છે એ શંકાના સમાધાનમાં અહીં કૂવાનું દૃષ્ટાંત જણાવ્યું છે. કૂવો ખોદતી વખતે થાક લાગે છે; પરસેવો થાય છે; તરસ લાગે છે અને ધૂળથી શરીર ખરડાય છે. આ બધા દોષો હોવા છતાં જેમ કૂવાના પાણીથી એ બધું દૂર થાય છે અને દરરોજ પાણી મળી રહે છે. તેમ પૂજા માટે સ્નાનાદિ કરવાથી કાયવધદોષ હોવા છતાં પૂજા કરવાથી પ્રાપ્ત થનારા સમ્યગ્દર્શનાદિના ગુણોના કારણે સ્વપરને અનેક ગુણો પ્રાપ્ત થાય છે. આથી સમજી શકાશે કે કૂપખનનની જેમ અહીં પણ દોષ દોષરૂપ રહેતો નથી.
શંકાકારે જણાવ્યું હતું કે પૂજાથી ભગવાનને કોઈ જ ઉપકાર નથી. એના જવાબમાં અહીં જણાવ્યું છે કે મંત્રસ્મરણ, અગ્નિનું સેવન અને વિદ્યાનો અભ્યાસ કરવાથી મંત્ર, અગ્નિ કે વિદ્યાને કોઈ લાભ ન હોવા છતાં તેના કર્તાને (સ્મરણાદિ કરનારને) વિષની બાધાનો પરિહાર, શીતનો અપહાર અને વિદ્યાની સિદ્ધિ સ્વરૂપ લાભ જેમ પ્રાપ્ત થાય છે તેમ પૂજાથી ભગવાનને કોઈ જ ઉપકાર ન હોવા છતાં પૂજા કરનારને વિશિષ્ટ પુણ્યનો લાભ થાય છે.
પૂજાને વ્યર્થ જણાવવા શંકાકારે ભગવાનની કૃતકૃત્યતા જણાવી હતી પરંતુ તે ઉચિત નથી. કારણ કે ભગવાન કૃતકૃત્ય હોવાથી જ સર્વોત્કૃષ્ટ ગુણોના સ્વામી છે. એ ગુણોના ઉત્કર્ષને લઈને જ ભગવાનની પૂજા સફળ છે, વ્યર્થ નથી. આથી સ્પષ્ટ થાય છે કે પોતાના શરીરાદિ માટે અનેક જાતિના આરંભ કરનારા એવા નિર્મળમતિવાળા ગૃહસ્થોને માટે પૂજા દુષ્ટ નથી, પરંતુ વિશિષ્ટ લાભનું કારણ છે. //પ-૨૭
આ રીતે પૂજા જો વિશિષ્ટ લાભનું કારણ હોય તો પૂ. સાધુભગવંતોને પણ તેનો અધિકાર હોવો જોઈએ ને? આવી શંકા કરવાપૂર્વક તેનું સમાધાન જણાવાય છે
यतिरप्यधिकारी स्यान्न चैवं तस्य सर्वथा ।
भावस्तवाधिरूढत्वादर्थाभावादमूदृशा ॥५-२८॥ यतिरपीति-न चैवं लानादेरदुष्टत्वाद्यतिरप्यत्राधिकारी स्यात्, विभूषार्थस्नानादेस्तस्य निषेधेऽपि पूजार्थस्नानादेनिषेद्धुमशक्यत्वाद्, अन्यथा गृहस्थस्यापि तन्निषेधप्रसङ्गात् । न च कुटुम्बाद्यर्थमारम्भप्रवृत्तत्वाद्गृहस्थस्य तत्राधिकारः, यतो “नैकं पापमाचरितमित्यन्यदप्याचरितव्यं स्याद्, गुणान्तरलाभस्तु द्वयोरपि समान” इति शङ्कनीयं । तस्य यतेः सर्वथा सर्वप्रकारेण भावस्तवाधिरूढत्वाद् । अमूदृशा जिनपूजादिकर्मणा अर्थाभावात्प्रयोजनासिद्धेः । न हि यदाद्यभूमिकावस्थस्य गुणकरं तदुत्तरभूमिकावस्थस्यापि तथा, रोगचिकित्सावद्धर्मस्य शास्त्रे नियताधिकारिकत्वेन व्यवस्थितत्वात् । तदुक्तम्-अधिकारिवशाच्छास्त्रे धर्मसाधनસ્થિતિઃ વ્યધિપ્રતિક્રિયાતુન્યા વિડ્રોયા પુણવષયોઃ III-૨૮
“આ રીતે સાધુભગવંતને પણ પૂજાના અધિકારી માનવા જોઈએ; કારણ કે પૂજા માટે કરાતાં સ્નાનાદિમાં કોઈ દોષ નથી આવી શંકા કરવી ના જોઈએ. કારણ કે પૂ. સાધુભગવંતો
૨૦૦
ભક્તિ બત્રીશી
Page #204
--------------------------------------------------------------------------
________________
સર્વથા ભાવસ્તવાધિરૂઢ હોવાથી આવી પૂજા (દ્રવ્યપૂજા)થી તેઓશ્રીને કોઈ પણ પ્રયોજનની સિદ્ધિ થતી નથી.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે.
એનો આશય એ છે કે - “ઉપર જણાવ્યા મુજબ પૂજા કરવા માટે સ્નાનાદિ કરવામાં દોષ ન હોય અને વિશિષ્ટ લાભ હોય તો પૂ. સાધુભગવંતોને પણ પૂજા કરવાનો અધિકાર માનવો જોઈએ. “પૂ. સાધુભગવંતોને સ્નાનાદિનો નિષેધ હોવાથી તેમને પૂજાનો અધિકાર મનાતો નથી' - આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે શરીરની વિભૂષાદિ માટે સ્નાનાદિનો નિષેધ હોવા છતાં પૂજા માટે સ્નાનાદિ કરવાનો તેમને નિષેધ કરવાનું શક્ય નથી. અન્યથા ગૃહસ્થોને પણ તેવો નિષેધ કરવાનો પ્રસંગ આવશે.
પોતાના કુટુંબાદિ માટે ગૃહસ્થો આરંભ કરતા હોવાથી પૂજાનો અધિકાર ગૃહસ્થોને મનાય છે. પરંતુ પૂ. સાધુમહાત્માને તેવો અધિકાર અપાતો નથી.' - આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે પોતાના કુટુંબાદિ માટે આરંભાદિ સ્વરૂપ એક પાપ કરે છે તેથી તેણે પૂજા માટે સ્નાનાદિ કરવા સ્વરૂપ બીજું પણ પાપ આચરવું જોઈએ : એવો નિયમ નથી. પૂજા કરવાથી સમ્યગ્દર્શનાદિગુણોનો લાભ તો ગૃહસ્થ અને પૂજ્ય સાધુભગવંતો ઉભય માટે સમાન છે. તેથી પૂજ્ય સાધુમહાત્માને પણ પૂજાનો અધિકાર માનવો જોઈએ” – આ પ્રમાણે શંકાકારનું કથન છે.
તેનું નિરાકરણ કરતાં ન વં... ઇત્યાદિ ગ્રંથથી જણાવ્યું છે કે પૂ. સાધુભગવંતો સર્વ રીતે ભાવસ્તવને પામેલા છે. તેથી તેમને આવી દ્રવ્યપૂજાથી કોઈ જ પ્રયોજન સિદ્ધ થવાનું નથી. દ્રવ્યસ્તવનું ફળ ભાવસ્તવ છે. તેને તો પૂ. સાધુભગવંતોએ પ્રાપ્ત કરી લીધું છે. તેથી તેઓશ્રીને દ્રવ્યપૂજાનું કોઇ જ પ્રયોજન નથી. જે શરૂઆતની ભૂમિકામાં ગુણને કરનારું હોય તે ત્યાર પછીની ઉત્તરભૂમિકામાં પણ ગુણને કરનારું હોય એવું નથી હોતું. રોગને દૂર કરતી વખતે જે ઔષધ ગુણને કરનારું હોય તે ઔષધ નીરોગી અવસ્થામાં પણ ગુણને કરનારું હોય એવું કઈ રીતે બને? રોગની ચિકિત્સાની જેમ ધર્મ પણ તે તે અધિકારીઓ માટે શાસ્ત્રમાં નિયત કરેલો છે. અષ્ટક પ્રકરણમાં આ વિષયમાં જણાવ્યું છે કે “શાસ્ત્રમાં અધિકારીની અપેક્ષાએ ધર્મસાધનની વ્યવસ્થા જણાવી છે. ગુણ કે દોષના વિષયમાં એ વ્યવસ્થા રોગચિકિત્સાની જેમ જાણવી.' પ-૨૮
ઉપર જણાવ્યા મુજબ પૂ. સાધુભગવંતો સર્વથા આરંભથી નિવૃત્ત હોવાથી તેઓશ્રીને તો પૂજાનો (દ્રવ્યપૂજાનો) અધિકાર નથી જ. પરંતુ કેટલાક ગૃહસ્થોને પણ તે નથી, તે જણાવવાપૂર્વક અધિકારીની અપેક્ષાએ ધર્મસાધનની વ્યવસ્થાનું સમર્થન કરાય છે–
प्रकृत्यारम्भभीरुर्वा यो वा सामायिकादिमान् । गृही तस्याऽपि नात्रार्थेऽधिकारित्वमतः स्मृतम् ॥५-२९॥
એક પરિશીલન
૨૦૧
Page #205
--------------------------------------------------------------------------
________________
प्रकृत्येति-अतो भावस्तवाधिरूढस्य यतेरत्रानधिकारित्वाद् । यः प्रकृत्या आरम्भभीरु यो वा सामायिकादिमान् तस्याप्यत्रार्थे जिनपूजारूपेऽधिकारित्वं न स्मृतं । यत्पञ्चाशकवृत्तिकृद्-“अत एव सामायिकस्थः श्रावकोऽप्यनधिकारी” तस्यापि सावधनिवृत्ततया भावस्तवारूढत्वेन श्रमणकल्पत्वाद्, अत एव गृहिणोऽपि प्रकृत्या पृथिव्याधुपमर्दनभीरोर्यतनावतः सावद्यसङ्क्षपरुचेर्यतिक्रियानुरागिणो न धर्मार्थं સાવદ્યારHપ્રવૃત્તિયુતિ II-૨૬ll
“ભાવસ્તવાધિરૂઢ એવા પૂ. સાધુભગવંતોને દ્રવ્યપૂજાનો અધિકાર ન હોવાથી જે સ્વભાવથી જ હિંસાદિ આરંભના ભયવાળો છે અથવા જે ગૃહસ્થ સામાયિકાદિમાં રહેલો છે તેને પણ શ્રી જિનપૂજાના વિષયમાં અધિકારી તરીકે માનવામાં આવતો નથી.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. આ વાતના અનુસંધાનમાં શ્રી અષ્ટકપ્રકરણની ટીકાને કરનારા ફરમાવે છે કે “તેથી જ સામાયિકમાં રહેલો શ્રાવક પણ પૂજાનો અનધિકારી છે. કારણ કે તે પણ સાવઘથી નિવૃત્ત હોવાથી ભાવસ્તારૂઢ છે અને સાધુ જેવો છે. આથી જ પૃથ્વીકાયાદિની હિંસાદિથી ભય પામનાર; યતનાવંત અને સાવઘના સંક્ષેપમાં રુચિને ધરનાર એવા સાધુક્રિયાના અનુરાગી શ્રાવકને ધર્મ માટે સાવદ્યઆરંભ પ્રવૃત્તિ યુક્ત મનાતી નથી. પ-૨લા
પોતાના કુટુંબાદિ માટે આરંભ કરતો હોવા છતાં શ્રી જિનપૂજા કરતી વખતે આરંભથી ભય લાગે તો તે પૂજા ન કરે તો શું વાંધો? - આ શંકાના સમાધાન માટે જણાવાય છે–
अन्यत्रारम्भवान् यस्तु तस्यात्रारम्भशङिनः ।
અવયવ પરમ વિવેકાર્યનારાતઃ -૩૦ अन्यत्रेति-यस्तु अन्यत्र कुटुम्बाद्यर्थे आरम्भवान् । तस्यात्र जिनपूजानिमित्तपुष्पादौ । आरम्भशङ्किनः स्तोकपुष्पादिग्रहणाभिव्यङ्ग्यारम्भशङ्कावतः । परमा प्रकृष्टा । अबोधिरेव । बोधिहानिरेव । विवेकः कार्याकार्यज्ञानम्, औदार्यं च विपुलाशयलक्षणं, तयो शतः । तदुक्तं-“अण्णच्छारंभवओ धम्मेणाરંમણો મામો | નો, પવયહિંસા સવોદિવીતિ ડોસા ” fl91-રૂ|.
શ્લોકાર્થ સ્પષ્ટ છે. તેનો આશય પણ સમજી શકાય છે કે કુટુંબાદિને માટે જે આરંભાદિ કરે છે, તેને શ્રીજિનપૂજાદિ માટે પુષ્પાદિ લાવવાં વગેરેમાં આરંભની શંકા પડે છે અર્થાત્ તેવા આરંભનો ડર લાગે છે. આવા જીવોને વિવેક અને ઔદાર્યનો નાશ થવાથી પ્રકૃષ્ટ રીતે બોધિસમ્યગ્દર્શનની હાનિ થાય છે. કાર્ય અને અકાર્યના જ્ઞાનને વિવેક કહેવાય છે અને વિપુલ-ઉદાર આશયને ઔદાર્ય કહેવાય છે. કુટુંબાદિ માટેના આરંભને; અકાર્ય હોવા છતાં તેને કાર્ય માને છે અને બોધિબીજાદિને પ્રાપ્ત કરાવનાર પૂજાદિ કાર્ય હોવા છતાં, સામાન્ય આરંભને જોઈને તેને અકાર્ય માને છે. તેથી વિવેકનષ્ટ થયેલો સ્પષ્ટ જણાય છે તેમ જ ભવિષ્યમાં સ્વ-પરને બોધિ વગેરેને પ્રાપ્ત કરવાનો ઉદાર આશય નષ્ટ થયેલો સ્પષ્ટ જણાય છે. આ વાતને જણાવતાં શ્રી પંચાશકમાં
૨૦૨
ભક્તિ બત્રીશી
Page #206
--------------------------------------------------------------------------
________________
ફરમાવ્યું છે કે - ‘અન્યત્ર (કુટુંબાદિ માટે) આરંભ કરનાર ધર્મસંબંધી આરંભ ન કરે તો તે તેનું અજ્ઞાન છે. તેનાથી લોકમાં પ્રવચનની લઘુતા થાય છે અને તે અબોધિનું કારણ બને છે.’
પોતાના કુટુંબાદિ માટે પાપ કરનારા અને ધર્મમાં સામાન્ય આરંભને જોઇને પૂજા વગેરે નહિ કરનારાને જોઇને લોકને એમ થાય છે કે જૈન ધર્મમાં પૂજાદિનું પણ વિધાન નથી લાગતું. જૈન શાસન આવું કેવું ! - આ રીતે લોકમાં જૈન શાસનની લઘુતા થાય છે અને તે અબોધિનું બીજ છે. આ રીતે એવા ગૃહસ્થને અજ્ઞાન અને અબોધિ(મિથ્યાત્વ)ના બીજ સ્વરૂપ બે દોષોની પ્રાપ્તિ થાય છે. અજ્ઞાનના કારણે પ્રાપ્ત થતા દોષનો વિચાર કરીએ તો અજ્ઞાનની ભયંકરતા સમજાયા વિના નહિ રહે. II૫-૩૦
नन्वेवं धर्मार्थमप्यारम्भप्रवृत्तिप्राप्तौ - " धर्मार्थं यस्य वित्तेहा तस्यानीहा गरीयसी । प्रक्षालनादि पङ्कस्य दूरादस्पर्शनं वरम् ||१||” तथा “ शुद्धागमैर्यथालाभं प्रत्यग्रैः शुचिभाजनैः । स्तोकैर्वा बहुभिर्वापि पुष्पैर्जात्यादिसम्भवैः ।।१।।” इत्यादिकं विरुध्येतेत्याशङ्क्याह
જો આ રીતે ધર્મ માટે પણ આરંભની પ્રવૃત્તિ (હિંસાદિ આરંભ) કરવાનું માનીએ તો ‘ધર્માર્થ યસ્ય વિત્તેઠા...’ અને ‘શુદ્ધ મૈર્યથાનામ...' ઇત્યાદિ વચનોનો વિરોધ આવશે. ધર્મ ક૨વા માટે વિત્ત(ધન)ની ઇચ્છા જે કરે છે તેના માટે તો તેની ઇચ્છા ન કરવી : એ શ્રેષ્ઠ છે. કારણ કે કાદવમાં ખરડાવું અને પછી તેનું પ્રક્ષાલન કરવું એના કરતાં પહેલેથી જ કાદવને સ્પર્શ ન કરવો – એ સારું છે. - આ પ્રમાણે શ્રી અષ્ટકપ્રકરણમાં ચોથા અષ્ટકના છઠ્ઠા શ્લોકમાં જણાવ્યું છે. તેનો અને તેના ત્રીજા અષ્ટકમાં બીજા શ્લોકમાં જે જણાવ્યું છે કે ‘ન્યાયથી શુદ્ધ રીતે જેટલાં મળી શકે એટલાં તાજાં અને પવિત્રપાત્રમાં રહેલાં થોડાં કે ઘણાં વિશિષ્ટ પુષ્પો વડે પૂજા કરવી’ : આ વચનનો વિરોધ આવે છે. કારણ કે એ શ્લોકો આરંભનો નિષેધ કરે છે. આ શંકા કરીને તેનું સમાધાન જણાવાય છે—
यच्च धर्मार्थमित्यादि तदपेक्ष्य दशान्तरम् ।
सङ्काशादेः किल श्रेयस्युपेत्यापि प्रवृत्तितः ।। ५-३१।।
यच्चेति-यच्च धर्मार्थमित्यादि भणितं, तद्दशान्तरं सर्वविरत्यादिरूपमपेक्ष्य, आद्यश्लोकस्य सर्वविरत्यधिकारे पाठाद्, द्वितीयस्य च पूजाकालोपस्थिते मालिके दर्शनप्रभावनाहेतोर्वणिक्कला न प्रयोक्तव्येत्येतदर्थख्यापनपरत्वाद्, अन्यथा - " सुच्चइ दुग्गयनारी जगगुरुणो सिंदुवारकुसुमेहिं । पूआ पणिहाणेणं उववन्ना तियसलोअंमि ।।१।।” इत्यादिवचनव्याघातप्रसङ्गाद् । इत्थं चैतदङ्गीकर्तव्यं - सङ्काशादेः कि श्रेयसि धर्मकार्ये, उपेत्यापि विषयविशेषपक्षपातगर्भत्वेन पापक्षयकरीं वाणिज्यादिक्रियामङ्गीकृत्यापि प्रवृत्तितः । सङ्काशश्रावको हि प्रमादाद्भक्षितचैत्यद्रव्यो निबद्धलाभान्तरायादिक्लिष्टकर्मा चिरं पर्यटितदुरन्तसंसारकान्तारोऽनन्तकालाल्लब्धमनुष्यभावो दुर्गतनरशिरः शेखररूपः पारगतसमीपोपलब्धस्वकीयपूर्वभव
એક પરિશીલન
૨૦૩
Page #207
--------------------------------------------------------------------------
________________
वृत्तान्तः पारगतोपदेशतो दुर्गतत्वनिबन्धनकर्मक्षपणाय-“यदहमुपार्जयिष्यामि द्रव्यं तद्ग्रासाच्छादनवर्ज सर्वं जिनायतनादिषु नियोक्ष्ये” इत्यभिग्रहं गृहीतवान्, कालेन च निर्वाणमवाप्तवानिति । अथ युक्तं सङ्काशस्यैतत्तथैव तत्कर्मक्षयोपपत्ते न पुनरन्यस्य, नैवं, सर्वथैवाशुभस्वरूपव्यापारस्य विशिष्टनिर्जराकारणत्वाયોતિ રૂછા
સંકાશાદિ શ્રાવકની આરંભને પ્રાપ્ત કરીને પણ ધર્મકાર્યમાં પ્રવૃત્તિ થયેલી હોવાથી વર્મા વસ્ય. ઇત્યાદિ શ્લોકમાં ઉપર મુજબ જે જણાવ્યું છે તે અવસ્થાવિશેષને આશ્રયીને છે, તેથી વિરોધ નથી.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. તેનો કહેવાનો ભાવ એ છે કે, “વર્ષ થી વિદા.” આ શ્લોકમાં જે ઉપર જણાવ્યા મુજબ જણાવાયું છે તે સર્વવિરતિ તેમ જ સ્વભાવથી જે આરંભના ભયવાળા વગેરેની દશાવિશેષને આશ્રયીને છે. કારણ કે તે શ્લોકનો પાઠ સર્વવિરતિના અધિકારમાં આવેલો છે. ગૃહસ્થોની પૂજાદિ માટેની એ વાત નથી. તેમ જ “શુદ્ધારમૈર્યવાનામ..” આ શ્લોકમાં જણાવેલી વાતનું તાત્પર્ય એ છે કે પૂજાના અવસરે ઉપસ્થિત થયેલ માળી પાસેથી વિકસ્વર ઉત્તમજાતિનાં થોડાં કે ઘણાં જે પુષ્પો ઉપલભ્ય હોય તેટલાં ઉચિત મૂલ્યનું પ્રદાન કરીને લઈ લેવાં. પરંતુ ત્યાં ભાવતાલ કરીને પોતાની વ્યાપાર કરવાની કલા ન કરવી – આ અર્થને જણાવવા માટેની એ વાત છે. પૂજા માટે સ્વયં પુષ્પો ચૂંટવાં નહિ અને જે વેચાતાં મળે તે લઈ લેવાં. આ રીતે આરંભનો નિષેધ કરવાનું ત્યાં તાત્પર્ય નથી. શાસનની પ્રભાવના થાય એ હેતુથી પુષ્પો ખરીદતી વખતે વ્યાપારકલા ન કરવાનું જણાવવાનો જ ત્યાં આશય છે. અન્યથા શ્રી પંચાશકમાં જે જણાવ્યું છે કે, “શ્રી જિનપ્રવચનમાં સંભળાય છે કે દુર્ગતા નારી; સિંદુવાર પુષ્પોને ગ્રહણ કરી (જંગલમાં મળતાં એ પુષ્પોને ચૂંટીને) એ પુષ્પોથી જગદ્ગુરુની પૂજા કરવાના પ્રણિધાનથી દેવલોકમાં ઉત્પન્ન થઈ.” તેનો વિરોધ આવશે. શુદ્ધાગને.. ઇત્યાદિ શ્લોકથી એમ જ જણાવવાનું હોય કે તૈયાર ચૂંટેલાં પુષ્પો જ માળી પાસેથી લઈ લેવાં પરંતુ પુષ્પોને ચૂંટીને આરંભ ન કરવો તો “સુવ્ય.' ઇત્યાદિ ગાથામાં જણાવેલી તે વાતમાં વિરોધ આવશે - એ સ્પષ્ટ છે. આથી સમજી શકાશે કે ધર્મ માટે પોતાની અવસ્થાને ઉચિત આરંભ કરવામાં ઉપર જણાવેલાં તે તે વચનોનો વિરોધ આવતો નથી.
સંકાશ શ્રાવકાદિની ધર્મકાર્યને વિશે વિષયવિશેષના પક્ષપાતવાળી અને પાપક્ષયને કરનારી વ્યાપારાદિ ક્રિયાને સ્વીકારીને કરેલી પ્રવૃત્તિથી પણ ઉપર જણાવેલી વાત માનવી જોઇએ. આશય એ છે કે સંકાશ શ્રાવકે પ્રમાદથી દેવદ્રવ્યનું ભક્ષણ કરેલું. તેથી ક્લિષ્ટ એવા અંતરાયકમદિ કર્મનો તેણે બંધ કર્યો. દુઃખે કરીને જેનો અંત આવે એવા દુરંત સંસારમાં એ કર્મના યોગે તે ભટક્યો. અનંતકાળે તેણે મનુષ્યભવ પ્રાપ્ત કર્યો. એ વખતે તે દુર્ગત (દુસ્થદરિદ્રાદ્રિ) માણસોમાં શ્રેષ્ઠ (અત્યંત દુર્ગત) હતો. શ્રી પારગત-શ્રી સર્વજ્ઞ પરમાત્મા પાસેથી તેણે પોતાના પૂર્વભવને જાણ્યો. પરમાત્માના ઉપદેશથી; દુર્ગતિના કારણભૂત એવા કર્મની નિર્જરા ૨૦૪
ભક્તિ બત્રીશી
Page #208
--------------------------------------------------------------------------
________________
માટે તેણે એવો અભિગ્રહ ધારણ કર્યો કે “જેટલું હું દ્રવ્ય કમાઈશ તેમાંથી ભોજન અને વસ્ત્ર માટે રાખીને જે વધે તે સઘળું ય દ્રવ્ય શ્રી જિનાલયાદિમાં વાપરીશ.' ત્યાર બાદ કાલાંતરે તે, અભિગ્રહનું પાલન કરીને મોક્ષમાં ગયો. આ દૃષ્ટાંતથી સમજાશે કે વેપાર વગેરેની ક્રિયા કરીને પણ ધર્મ ક્યની વાત છે.
સંકાશશ્રાવકને એ પ્રમાણે કરવું ઉચિત હતું. કારણ કે તેના કર્મનો ક્ષય તે પ્રમાણે કરવાથી જ થઈ શકે એમ હતું. તેથી બીજાએ એ પ્રમાણે નહિ કરવું જોઈએ.” - આ પ્રમાણે કહેવાનું યોગ્ય નથી. કારણ કે સર્વથા અશુભ(આરંભાદિ) ક્રિયાથી વિશિષ્ટ કર્મનિર્જરા થાય નહિ. સામાન્ય રીતે આરંભાદિ ક્રિયા અશુભ જ હોય તો તેવી ક્રિયાથી સંકાશ શ્રાવકને પણ કર્મનિર્જરા કઈ રીતે થાય ? આથી સ્પષ્ટ છે કે ધર્મ માટે કરાતો આરંભ અવસ્થાવિશેષને આશ્રયીને ઉચિત છે. પ-૩૧
પૂજાથી પૂજ્ય પરમાત્માને કોઈ ઉપકાર નથી તો પરમાત્મા પરમાનંદને કઈ રીતે આપે: આવી શંકા કરવા પૂર્વક તેનું નિરાકરણ કરાય છે–
पूजया परमानन्दमुपकारं विना कथम् ।
ददाति पूज्य इति चेच्चिन्तामण्यादयो यथा ॥५-३२॥ પૂનતિ–વ્ય: I-રૂા.
પૂજાથી કૃતકૃત્ય એવા પરમાત્માને કોઇ ઉપકાર તો થતો નથી તો તેઓ પરમાનંદ શી રીતે આપે છે? આવી જ શંકા હોય તો તેનું સમાધાન એ છે કે ચિંતામણિ, કલ્પવૃક્ષ વગેરેને કોઇ ઉપકાર ન હોવા છતાં સ્વભાવથી જ તે જે રીતે ફળ આપે છે તે રીતે પરમાત્મા પણ ફળને આપે છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. //પ-૩રો.
|| મરિત્રિશિl | अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
એક પરિશીલન
૨૦૫
Page #209
--------------------------------------------------------------------------
________________
अथ साधुसामग्र्यद्वात्रिंशिका प्रारभ्यते ।
जिनभक्तिप्रतिपादनानन्तरं तत्साध्यं सामग्र्यमाह
પાંચમી બત્રીશીમાં શ્રી જિનપૂજાનું પ્રતિપાદન કરતાં દ્રવ્યપૂજાનું વર્ણન કર્યું. ૫રમાત્માની ભક્તિના એક અંગ સ્વરૂપે દ્રવ્યપૂજા કરતી વખતે તેનાથી સાધ્ય તરીકે ભાવપૂજા અભીષ્ટ હોય છે. તેથી અહીં ભાવપૂજાસ્વરૂપ સાધુસામગ્યનું વર્ણન કરાય છે. ભાવપૂજા (ભાવસ્તવ) સાધુની પૂર્ણતામાં છે. તેથી ભક્તિના વર્ણન પછી હવે તેનું વર્ણન કરાય છે—
ज्ञानेन ज्ञानिभावः स्याद् भिक्षुभावश्च भिक्षया । वैराग्येण विरक्तत्वं संयतस्य महात्मनः ॥६-१॥
જ્ઞાનેનેતિ—વ્યન્ત: ||૬-૧||
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે ‘સંયમી મહાત્માને જ્ઞાનથી જ્ઞાનીભાવ હોય છે, ભિક્ષાથી ભિક્ષુભાવ હોય છે અને વૈરાગ્યના કારણે વિરાગીભાવ હોય છે.’ આશય એ છે કે સાધુપણાની સમગ્રતા યદ્યપિ અસંખ્યાત પ્રકારની છે. પરંતુ તે સામગ્યનું અહીં ત્રણ પ્રકારે વર્ણન કરવાનું છે. જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્ય : આ ત્રણના કારણે પૂ. સાધુભગવંતોની સમગ્રતા અહીં વર્ણવાય છે. જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્યના કારણે સાધુભગવંતો ચારિત્રની પૂર્ણતાને પામવા સમર્થ બને છે. એક રીતે વિચારીએ તો જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્ય હોય તો બીજી એવી કોઇ વસ્તુ નથી કે જેને લઇને સાધુસમગ્રતામાં ન્યૂનતા જણાય અને જ્ઞાન, ભિક્ષા તેમ જ વૈરાગ્ય ન હોય તો એવી બીજી કોઇ વસ્તુ નથી કે જેને લઇને સાધુસમગ્રતા જણાય. તેથી જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્યની અપેક્ષાએ સાધુસમગ્રતાનું વર્ણન કરવાનું; આ બત્રીશીથી ઉદ્દિષ્ટ છે. આમ પણ સાધુસામગ્યના અસંખ્ય પ્રકારોને વર્ણવવાનું અશક્ય જ છે. તેથી તે ભેદોને એકબીજામાં સમાવીને તેના કેટલાક ભેદોનું જ નિરૂપણ અહીં શક્ય બન્યું છે. જેના પરિશીલનથી સાધુસમગ્રતાનો સારી રીતે પરિચય કરી શકાશે. II૬-૧||
ન
જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્ય : આ ત્રણની વિચારણામાં પ્રથમ જ્ઞાનનું નિરૂપણ કરાય છે—
૨૦૬
विषयप्रतिभासाख्यं तथाऽऽत्मपरिणामवत् । तत्त्वसंवेदनं चेति त्रिधा ज्ञानं प्रकीर्त्तितम् ॥ ६-२ ॥
विषयेति-विषयप्रतिभास इत्याख्या यस्य, विषयस्यैव हेयत्वादिधर्मानुरक्तस्य प्रतिभासो यत्र तत् । तथा आत्मनः स्वस्य परिणामो अर्थानर्थप्रतिभासात्मा विद्यते यत्र तद्, आत्मनो जीवस्य परिणामोऽनुष्ठानविशेषसम्पाद्यो विद्यते यत्रेति नये सम्यक्त्वलाभप्रयोज्यवस्तुविषयतावत्त्वमर्थो लभ्यते । तत्त्वं परमार्थ
સાધુસામથ્ય બત્રીશી
Page #210
--------------------------------------------------------------------------
________________
स्तत्सम्यक्प्रवृत्त्याधुपहितत्वेन वेद्यते यस्मिंस्तच्च । तत्त्वपदेन मिथ्याज्ञाननिवृत्तिः तद्विषयस्येतरांशनिषेधावच्छिनत्वेनातत्त्वत्वात्, सम्यक्पदेनाविरतसम्यग्दृष्टिज्ञाननिवृत्तिः, तस्य ज्ञानाज्ञानसाधारणप्रतिभासत्वप्रयोज्यविषयप्रवृत्त्याधुपहितत्वेऽपि ज्ञानत्वप्रयोज्यविरतिप्रवृत्त्याधुपहितत्वाभावादिति । इत्यमुना प्रकारेण त्रिधा ज्ञानं प्रकीर्तितं । तदाह-“विषयप्रतिभासं चात्मपरिणतिमत्तथा । तत्त्वसंवेदनं चैव ज्ञानमाहुमहर्षयः Iછા" iદ્ર-રા.
“વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમતુ અને તત્ત્વસંવેદન : આ પ્રમાણે ત્રણ પ્રકારે જ્ઞાન કહેવાયું છે.' - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે જે જ્ઞાનમાં માત્ર વિષયનો જ પ્રતિભાસ થાય છે તે જ્ઞાનને “વિષયપ્રતિભાસ' નામનું જ્ઞાન કહેવાય છે. સામાન્ય રીતે જ્ઞાનમાત્રમાં તે તે વિષયનો પ્રતિભાસ થતો હોય છે. પરંતુ તે તે વિષયોને શાસ્ત્ર જે રીતે હેય, ઉપાદેય અને ઉપેક્ષણીય વગેરે સ્વરૂપે વર્ણવેલા છે; તે રીતે તેના હેયત્વ, ઉપાદેયત્વ અને ઉપેક્ષણીયત્વ વગેરે ધર્મોના સંબંધના પ્રતિભાસ વિના માત્ર વિષયનો જ પ્રતિભાસ જે જ્ઞાનમાં થાય છે, તે જ્ઞાનને “વિષયપ્રતિભાસ' નામનું જ્ઞાન કહેવાય છે.
આનાથી અર્થ-લાભ થશે અને આનાથી અનર્થ-ગેરલાભ થશે... ઇત્યાદિ સ્વરૂપનો પ્રતિભાસાત્મક આત્માનો પોતાનો જે પરિણામ છે, તે પરિણામવાળું જે જ્ઞાન છે તેને “આત્મપરિણતિમતુ' જ્ઞાન કહેવાય છે. અનુષ્ઠાનવિશેષથી જે પ્રાપ્ત કરી શકાય છે તે પરિણતિવિશેષ સ્વરૂપ આત્માનો પરિણામ જેમાં છે એ જ્ઞાનને “આત્મપરિણતિમદ્ જ્ઞાન કહેવાય છે. આવી વ્યાખ્યા કરાય તો તેનો અર્થ એ થાય છે કે સમ્યકત્વની પ્રાપ્તિથી પ્રયોજ્ય(થનારી) વસ્તુની વિષયતાવાળા (વસ્તુના પ્રતિભાસવાળા) જ્ઞાનને “આત્મપરિણતિમદ્ જ્ઞાન કહેવાય છે. આશય એ છે કે આત્મપરિણતિમદ્ જ્ઞાન વખતે વિષયના પ્રતિભાસની સાથે વિષયના હેયત્યાદિ (છોડવા યોગ્ય વગેરે) ધર્મોનો પણ પ્રતિભાસ થાય છે. તેનાથી પ્રવૃત્તિ કે નિવૃત્તિનો પરિણામ થતો ન હોવા છતાં શ્રદ્ધાનો પરિણામ તો વિદ્યમાન હોય છે, જે ધર્મશ્રવણાદિ અનુષ્ઠાનથી પ્રાપ્ત થાય છે અને નિવૃત્તિ કે પ્રવૃત્તિ દ્વારા ભવિષ્યમાં ચારિત્રસ્વરૂપે પરિણમાવાય છે. આ સ્વરૂપે વસ્તુને વિષય બનાવનારા આ જ્ઞાનને આત્મપરિણતિમ જ્ઞાન કહેવાય છે. એ સમ્યકત્વની પ્રાપ્તિથી થાય છે. સ્થૂલ શબ્દોથી આ વાતને સમજવી હોય તો એટલું જ કહેવાનું છે કે સમ્યકત્વના લાભથી થતા હેયોપાદેયાદિના વિવેકયુક્ત જ્ઞાનને આત્મપરિણતિમદ્ જ્ઞાન કહેવાય છે.
તત્ત્વ એટલે પરમાર્થ; તેનું સમ્યક પ્રવૃત્તિ વગેરેની સાથે વેદન જે જ્ઞાનમાં થાય છે તેને તત્ત્વસંવેદન' જ્ઞાન કહેવાય છે. આત્મપરિણતિમ જ્ઞાનનું સ્વરૂપ સમજાય તો તત્ત્વસંવેદનશાનનું સ્વરૂપ ખૂબ જ સ્પષ્ટપણે સમજી શકાશે. સમ્યકત્વની પ્રાપ્તિ થવાથી શ્રદ્ધાના બળે જેમ હેયવાદિના વિવેકપૂર્વકનું જ્ઞાન થાય છે તેમ અહીં ચારિત્રના પરિણામના કારણે સર્વસાવદ્યયોગની નિવૃત્તિ
એક પરિશીલન
૨૦૭
Page #211
--------------------------------------------------------------------------
________________
અને નિરવદ્ય પ્રવૃત્તિ વગેરેથી ઉપહિત(સંબદ્ધ); વસ્તુના પરમાર્થનું જ્ઞાન થાય છે અર્થાત્ શ્રદ્ધા અને કરવાના પરિણામથી ઉપહિત તત્ત્વનું સંવેદન આ જ્ઞાનમાં હોય છે.
સમ્યક પ્રવૃત્યાદિથી ઉપહિત એવું વિષયસંવેદન મિથ્યાજ્ઞાનસ્થળે પણ હોય છે. તેથી અહીં તત્ત પદનો નિવેશ કર્યો છે. મિથ્યાજ્ઞાન તત્ત્વવિષયક ન હોવાથી તેનું ગ્રહણ નહિ થાય. આશય એ છે કે સ્વાવાદ શૈલીએ કથંચિત્ નિત્યાનિત્યત્વાદિ અનંતધર્માત્મક વસ્તુ છે. વસ્તુના એક અંશને લઇને જયારે એકાંતે નિત્યવાદિનો તે તે વસ્તુમાં પ્રતિભાસ થાય છે ત્યારે નિત્યત્વાદિ ધર્મથી ઇતર અનિત્યત્વાદિ ધર્મનો નિષેધ થાય છે. આ રીતે ઇતરાંશના નિષેધ સાથેના (સમનિયત) સ્વજ્ઞાનના વિષયભૂત સ્વને તત્ત્વ મનાતું નથી. મિથ્યાજ્ઞાન એ રીતે તત્ત્વસંવેદનવાળું હોતું નથી પરંતુ ઇતરાંશનિષેધાવચ્છિન્ન(સમનિયત)વિષયના સંવેદનવાળું હોય છે. તેથી તત્ત પદના નિવેશથી તેનું ગ્રહણ થતું નથી... ઇત્યાદિ સ્વયં સમજી લેવું. અથવા ભણાવનાર પાસેથી બરાબર સમજી લેવું જોઇએ.
આવી જ રીતે સભ્ય પદનું ઉપાદાન ન કરે તો અવિરત સમ્યગ્દષ્ટિના જ્ઞાનને પણ તત્ત્વસંવેદનસ્વરૂપ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે તેનું જ્ઞાન સ્યાદ્વાદમુદ્રાએ તાત્ત્વિક હોય છે અને પ્રવૃત્યાદિથી ઉપહિત પણ હોય છે. પરંતુ તે સમ્યક પ્રવૃજ્યાદિથી ઉપહિત હોતું નથી. તેથી “સભ્ય' પદના ઉપાદાનથી; અવિરતસમ્યગ્દષ્ટિના જ્ઞાનનું ગ્રહણ નહિ થાય. અવિરતસમ્યગ્દષ્ટિ આત્માઓને સમ્યગ્દર્શન હોવાથી જ્ઞાન હોય છે. વિરતિ ન હોવાથી તેની અપેક્ષાએ અજ્ઞાન હોય છે. મિથ્યાત્વીઓને તો અજ્ઞાન જ હોય છે અને પૂ. સાધુભગવંતોને સમ્યગ્દર્શન અને વિરતિ હોવાથી જ્ઞાન જ હોય છે. આથી સમજી શકાશે કે મિથ્યાત્વીની પ્રવૃત્તિ અજ્ઞાન-પ્રયોજય છે. અવિરત સમ્યગ્દષ્ટિની પ્રવૃત્તિ જ્ઞાન અને અજ્ઞાન પ્રયોજ્ય છે અને પૂ. સાધુભગવંતોની પ્રવૃત્તિ જ્ઞાનપ્રયોજય છે. અર્થાત પ્રતિભાસ ઉપર જણાવ્યા મુજબ ત્રણ પ્રકારના છે. મિથ્યાત્વીને થનાર પ્રતિભાસ, અવિરતસમ્યગ્દષ્ટિને થનાર પ્રતિભાસ અને સર્વવિરતિધર મહાત્માને થનાર પ્રતિભાસ. એ ત્રણમાં અનુક્રમે અજ્ઞાનત્વ, જ્ઞાનાજ્ઞાનત્વ અને જ્ઞાનત્વ રહેલું છે. અને તે તે અજ્ઞાનત્વાદિથી પ્રયોજય તે તે આત્માની પ્રવૃત્તિ છે. જ્ઞાન–પ્રયોજય પ્રવૃજ્યાદિને સમ્યક મનાય છે. જ્ઞાનાજ્ઞાનત્વાદિથી પ્રયોજ્ય પ્રવૃત્તિને સમ્યફ તરીકે મનાતી નથી. તેથી સચ પદોપાદાનથી અવિરતસમ્યગ્દષ્ટિના જ્ઞાનને તત્ત્વસંવેદન માનવાનો પ્રસંગ નહીં આવે.
યદ્યપિ આ રીતે સભ્ય પદના ઉપાદાનથી અવિરત સમ્યગ્દષ્ટિના જ્ઞાનની નિવૃત્તિ જેમ થાય છે તેમ મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ પણ થઈ શકે છે. પરંતુ સભ્ય પદથી જે અર્થ ગ્રાહ્ય છે તે અર્થનું પરિચાયક તત્વ પદ છે... ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. ઉપર જણાવ્યા મુજબ ત્રણ પ્રકારનું જ્ઞાન કહેવાયું છે. શ્રી અષ્ટક પ્રકરણના નવમા અષ્ટકમાં તે કહ્યું છે કે – ૨૦૮
સાધુસામગ્રય બત્રીશી
Page #212
--------------------------------------------------------------------------
________________
“વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમતું અને તત્ત્વસંવેદન : આ ત્રણ પ્રકારના જ્ઞાનને મહર્ષિઓએ કહ્યું છે.” II૬-રા. ઉપર્યુક્ત ત્રણ પ્રકારનાં જ્ઞાનમાંના પ્રથમ જ્ઞાનના સ્વરૂપાદિને જણાવાય છે–
आद्यं मिथ्यादृशां मुग्धरत्नादिप्रतिभासवत् ।
अज्ञानावरणापायाद् ग्राह्यत्वाद्यविनिश्चयम् ॥६-३॥ आद्यमिति-आद्यं विषयप्रतिभासज्ञानं । मिथ्यादृशामेव । मुग्धस्याज्ञस्य रत्नप्रतिभासादिवत् तत्तुल्यं । तदाह-“विषकण्टकरलादौ बालादिप्रतिभासवद्” इति । अज्ञानं मत्यज्ञानादिकं तदावरणं यत्कर्म तस्यापायः क्षयोपशमस्तस्मात् । तदाह-“अज्ञानावरणापायम्” इति । ग्राह्यत्वादीनामुपादेयत्वादीनामविनिश्चयोऽनिर्णयो यतस्तत् । तदाह-“तद्धेयत्वाद्यवेदकम्” इति । यद्यपि मिथ्यादृशामपि घटादिज्ञानेन घटादिग्राह्यता निश्चीयत एव, तथापि स्वविषयत्वावच्छेदेन तदनिश्चयान्न दोषः, स्वसंवेद्यस्य स्वस्यैव तदनिश्चयात् ।।६-३।।।
મતિ-અજ્ઞાનાદિઆવરણ સ્વરૂપ કર્મના અપાય-વિગમથી થનારું અને હેયતાદિના નિશ્ચયને નહિ કરનારું એવું; મુગ્ધ જીવોને રત્નાદિમાં થનારા પ્રતિભાસ જેવું પહેલું વિષયપ્રતિભાસ' જ્ઞાન; મિથ્યાષ્ટિઓને જ હોય છે - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે મુગ્ધ, બાળકો વગેરેને રત્ન, વિષ કે કાંટા વગેરેનો જે પ્રતિભાસ થાય છે, તે સમયે તેમને હેય-ઉપાદેયનો જેમ વિવેક હોતો નથી તેમ અહીં મિથ્યાષ્ટિઓને પણ તે તે વિષયનો પ્રતિભાસ હેયોપાદેયતાના વિવેક વગરનો જ હોય છે. શ્રી અષ્ટકપ્રકરણમાં એ મુજબ જણાવ્યું છે.
આવું પણ વિવેકશૂન્ય જ્ઞાન તેમને અજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે આત્માનો ગુણ જ્ઞાન જ છે. પરંતુ મિથ્યાત્વના ઉદયને લઈને તેને જ્ઞાન નથી માનતા પણ અજ્ઞાનરૂપ માને છે. તેના આવરણ સ્વરૂપ જ્ઞાનાવરણીય કર્મને પણ અજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. એ અજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (મંદરસવાળાં દળિયાના ઉદયથી) આ વિષયપ્રતિભાસજ્ઞાન થતું હોય છે. જ્ઞાનાવરણISાં. આ પદથી અષ્ટક પ્રકરણમાં એ પ્રમાણે જણાવ્યું છે.
મિથ્યાષ્ટિઓને જ થનારું આ વિષયપ્રતિભાસજ્ઞાન; “તયાત્રાઇવે' આ પદથી શ્રી અષ્ટકપ્રકરણમાં જણાવ્યા મુજબ ઉપાદેયત્વ અને હેયત્વ વગેરેના નિર્ણયને કરાવતું નથી. યદ્યપિ મિથ્યાષ્ટિઓને પણ ઘટાદિના જ્ઞાનથી ઘટાદિની ગ્રાહ્યતા(ઉપાદેયતા)દિનો નિશ્ચય થાય છે પરંતુ સ્વવિષયતા જયાં જ્યાં છે ત્યાં ત્યાં ગ્રાહ્યતાદિનો નિર્ણય થતો નથી અર્થાત્ વિષયપ્રતિભાસજ્ઞાનમાત્રમાં ગ્રાહ્યતાદિનો નિર્ણય થતો નથી. કારણ કે સ્વસંવેદ્ય એવું વિષયપ્રતિભાસ જે જ્ઞાન છે તે સ્વયં અગ્રાહ્ય-ય હોવા છતાં તેનો નિર્ણય તેનાથી (વિષયપ્રતિભાસજ્ઞાનથી) થતો નથી. કોઈ એક વિષયપ્રતિભાસજ્ઞાનથી તેવો નિર્ણય થાય તો પણ તેની
એક પરિશીલન
૨૦૯
Page #213
--------------------------------------------------------------------------
________________
વિવક્ષા કરાતી નથી. સકલ વિષયપ્રતિભાસજ્ઞાનથી ગ્રાહ્યતાદિનો નિર્ણય થતો નથી. આ વસ્તુને જણાવવા શ્લોકનું છેલ્લું પદ છે. II૬-all આત્મપરિણતિમદ્ જ્ઞાનનું સ્વરૂપ વગેરે જણાવાય છે–
भिन्नग्रन्थे द्वितीयन्तु ज्ञानावरणभेदजम् ।
श्रद्धावत् प्रतिबन्धेऽपि कर्मणा सुखदुःखयुक् ॥६-४॥ भिन्नग्रन्थेरिति-भिन्नग्रन्थेः सम्यग्दृशस्तु । द्वितीयमात्मपरिणामवत् । ज्ञानावरणस्य भेदः क्षयोपशमस्तज्जं । तदाह-“ज्ञानावरणहासोत्थम्” इति । श्रद्धावद् वस्तुगुणदोषपरिज्ञानपूर्वकचारित्रेच्छान्वितं । प्रतिबन्धेऽपि चारित्रमोहोदयजनितान्तरायलक्षणे सति । कर्मणा पूर्वार्जितेन । सुखदुःखयुक् सुखदुःखान्वितं। तदाह–“पातादिपरतन्त्रस्य तद्दोषादावसंशयम् । अनर्थाद्याप्तियुक्तं चात्मपरिणतिमन्मतम् ।।१।।” ॥६-४।।
“જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું; પ્રતિબંધ (અવરોધ) હોવા છતાં શ્રદ્ધાવાળું અને પૂર્વકર્મના યોગે સુખદુઃખથી યુક્ત એવું બીજું આત્મપરિણતિમદ્ જ્ઞાન સમ્યગ્દષ્ટિ આત્માઓને હોય છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે, રાગદ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિનો ભેદ જેણે કરી લીધો છે – એવા ભિન્નગ્રંથિક સમ્યગ્દષ્ટિ આત્માઓને બીજું આત્મપરિણતિમદ્ જ્ઞાન હોય છે, જે જ્ઞાનાવરણીયકર્મના ભેદથી (ક્ષયોપશમથી) થતું હોય છે. એ પ્રમાણે અષ્ટકપ્રકરણમાં જણાવ્યું છે કે એ આત્મપરિણતિમજ્ઞાન; જ્ઞાનાવરણીયકર્મના હ્રાસં(ક્ષયોપશમ)થી ઉત્પન્ન થાય છે. એ જ્ઞાન શ્રદ્ધાવાળું હોય છે. વસ્તુના ગુણ અને દોષના પરિજ્ઞાનપૂર્વકની ચારિત્રગ્રહણ કરવાની ઇચ્છાને શ્રદ્ધા કહેવાય છે. સમ્યગ્દષ્ટિ આત્માને સંસારની અસારતાનું અને મોક્ષની પરમાર્થતાનું જ્ઞાન હોવાથી સંસારથી મુક્ત બની મોક્ષને પ્રાપ્ત કરવા માટે એકમાત્ર ચારિત્ર ગ્રહણ કરવાની ઇચ્છા હોય - એ સમજી શકાય છે. એવી ઇચ્છા સ્વરૂપ જ અહીં શ્રદ્ધા છે. એ શ્રદ્ધાથી પૂર્ણ એવું બીજું જ્ઞાન છે. ચારિત્રમોહનીયકર્મના ઉદયથી ચારિત્ર ગ્રહણ કરવામાં અંતરાય (પ્રતિબંધ-વિM) હોવા છતાં સમ્યગ્દર્શનના પ્રભાવે ચારિત્રની ઇચ્છા સ્વરૂપ શ્રદ્ધા હોવામાં કોઈ જ બાધ નથી.
પૂર્વકાળમાં બાંધેલા કર્મના કારણે આત્મપરિણતિમદ્ જ્ઞાન સુખદુઃખથી સંબદ્ધ હોય છે. શ્રી અષ્ટક પ્રકરણમાં આ અંગે જણાવ્યું છે કે “નીચે પડવા વગેરેમાં પરતંત્ર એવા માણસને તેના સંબંધમાં દોષ અને ગુણનો નિર્ણય હોવા છતાં જેમ પડવા વગેરેનું બને છે તેમ સમ્યગ્દષ્ટિ આત્માને વિષયકષાયાદિની પરિણતિ અને તેના વિપાક વગેરેનું સંશય વિનાનું નિર્ણયાત્મક જ્ઞાન હોવા છતાં પૂર્વબદ્ધ કર્મની પરવશતાથી અનર્ણાદિની પ્રાપ્તિથી યુક્ત એવું એ જ્ઞાન આત્મ-પરિણતિમદ્ મનાય છે. અહીં શ્લોકમાં સુવ પદ અને કુલ પદ અનુક્રમે અર્થ અને અનર્થને સમજાવનારાં છે. કહેવાનો આશય એ છે કે જે કોઈ પણ માણસ પડવા વગેરેમાં પરવશ હોય ત્યારે ત્યારે તે
૨૧૦
સાધુસામગ્રય બત્રીશી
Page #214
--------------------------------------------------------------------------
________________
તે ક્રિયાથી કોઈ પણ રીતે તે અટકી શકતો નથી. પડવા વગેરેના કારણે શું થવાનું છે તેનો તેને ચોક્કસ જ નિર્ણય હોય છે. તેમાં તેને સંશય, વિપર્યય કે અનધ્યવસાય જેવું કશું જ હોતું નથી. છતાં પરતંત્રતાના કારણે દુઃખાદિની પ્રાપ્તિ થઇને જ રહે છે. બસ ! આવું જ અહીં સમ્યગ્દષ્ટિ આત્માઓ માટે બને છે. તેમને સંસારની અસારતાનો અને વિષયકષાયાદિની ભયંકરતાનો ચોક્કસ જ ખ્યાલ હોવાથી એક ક્ષણ માટે પણ તેમને સંસારમાં રહેવાનું મન નહિ હોવા છતાં ભૂતકાળનાં કર્મોની પરતંત્રતાદિના કારણે અનર્યાદિને પ્રાપ્ત કરવા જ પડે છે. આમ છતાં તેમની શ્રદ્ધા અને જ્ઞાનની પરિણતિમાં કોઈ જ ફરક પડતો નથી. કર્મની પરતંત્રતાનો જેને અનુભવ છે, તેને એ સમજાવવાની આવશ્યકતા નથી. રોજિંદા વ્યવહારમાં કંઈકેટલીયે એવી પ્રવૃત્તિઓ છે કે જે પરતંત્રતાથી થતી હોય છે. તેથી સમ્યગ્દષ્ટિ આત્માઓને જે કાંઈ પણ કરવું પડે છે તે પ્રાયઃ કર્મપરવશતાથી કરવું પડે છે... ઇત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું જોઇએ. ૬-૪
ત્રીજા “તત્ત્વસંવેદન' જ્ઞાનનું સ્વરૂપ વગેરે જણાવાય છે
स्वस्थवृत्तेस्तृतीयन्तु सज्ज्ञानावरणव्ययात् ।
साधोर्विरत्यवच्छिन्नमविघ्नेन फलप्रदम् ॥६-५॥ स्वस्थेति-स्वस्थाऽनाकुला वृत्तिः कायादिव्यापाररूपा यस्य तस्य साधोः तृतीयं । विरतिः सदसत्प्रवृत्तिनिवृत्त्यात्मिका तयाऽवच्छिन्नमपहितम् । अविघ्नेन विघ्नाभावेन । फलप्रदं । तदाह“स्वस्थवृत्तेः प्रशान्तस्य तद्धेयत्वादिनिश्चयम् । तत्त्वसंवेदनं सम्यग् यथाशक्ति फलप्रदम् ।।१।।” इदं च सज्ज्ञानावरणस्य व्ययात् क्षयोपशमात् प्रादुर्भवति । तदाह-सज्ज्ञानावरणापायम्” इति ॥६-५॥
અનાકુલવૃત્તિવાળા સાધુમહાત્માને સજ્ઞાનાવરણીયકર્મના વ્યયથી(ક્ષયોપશમથી) પ્રગટ થતું; વિરતિથી યુક્ત અને વિના વિને ફળને આપનારું ત્રીજું ‘તત્ત્વસંવેદન’ જ્ઞાન હોય છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ, અનાકુલ છે જેમની એવા સાધુભગવંતને આ ત્રીજું તત્ત્વસંવેદનજ્ઞાન હોય છે. ગૃહસ્થોની પ્રવૃત્તિ સ્વસ્થ નથી હોતી. અનેક જાતની ઉપાધિથી ગૃહસ્થોને સ્વસ્થ રહેવાનું શક્ય બનતું નથી. તેથી તેમને તત્ત્વસંવેદન હોતું નથી. કારણ કે એ જ્ઞાન વિરતિથી યુક્ત હોય છે. સની પ્રવૃત્તિ અને અસદુની નિવૃત્તિ સ્વરૂપ વિરતિ પૂ. સાધુભગવંતોને જ હોય છે. ગૃહસ્થોને એનો સંભવ નથી. વિના વિખે ફળનું પ્રદાન તત્ત્વસંવેદનશાન કરે છે. આ વાત નવમા અષ્ટકમાં જણાવતાં કહ્યું છે કે “સ્વસ્થવૃત્તિવાળા પ્રશાંત અવસ્થાને પામેલા સાધુમહાત્માને; હેત્વાદિ ધર્મોનો નિશ્ચય કરાવનારું અને શક્તિ અનુસાર સારી રીતે વિરતિ આદિ ફળને આપનારું જે જ્ઞાન છે, તે તત્ત્વસંવેદન છે.”
એક પરિશીલન
૨૧૧
Page #215
--------------------------------------------------------------------------
________________
આ સર્વવિરતિફળને આપનારું તત્ત્વસંવેદનાત્મક જ્ઞાન સંજ્ઞાનાવરણીયકર્મના વ્યયના કારણે પ્રગટ થાય છે. વિરતિ વગેરે સ્વરૂપ ફળને આપનારું જ્ઞાન સજ્ઞાન છે. તે તેના આવરણભૂત કર્મના ક્ષયોપશમથી પ્રગટ થાય એ સ્પષ્ટ છે. ત્રણ જ્ઞાનના નિરૂપણમાં મતિજ્ઞાનાદિની અવસ્થા ત્રણનો વિભાગ યાદ રાખવો જોઇએ. જે જ્ઞાન વિષયપ્રતિભાસ સ્વરૂપ છે તે અજ્ઞાન છે. જે જ્ઞાન આત્મપરિણતિમદ્ છે તે જ્ઞાન છે અને જે જ્ઞાન તત્ત્વસંવેદનસ્વરૂપ છે, તે સદ્જ્ઞાન છે, જે સજ્ઞાનાવરણના અપાય(અપગમ-ક્ષયોપશમ)થી પ્રાદુર્ભત થાય છે-એમ અષ્ટકપ્રકરણના નવમા અષ્ટકમાં જણાવ્યું છે. //૬-પા ઉપર જણાવેલાં ત્રણ જ્ઞાનોનાં લિંગો જણાવાય છે
निष्कम्पा च सकम्पा च प्रवृत्तिः पापकर्मणि ।
निरवद्या च सेत्याहु लिङ्गान्यत्र यथाक्रमम् ॥६-६॥ निष्कम्पा चेति-अत्रोक्तेषु त्रिषु भेदेष्वज्ञानसज्ज्ञानत्वेन फलितेषु । यथाक्रमं । पापकर्मणि । निष्कम्पा दृढा प्रवृत्तिः । सकम्पा चाढा । निरवद्या च । सा प्रवृत्तिरिति । लिङ्गान्याहुः । तदुक्तं“निरपेक्षप्रवृत्त्यादि लिङ्गमेतदुदाहृतम् ।” तथा “तथाविधप्रवृत्त्यादिव्यङ्ग्यं सदनुबन्धि च” तथा “न्याय्यादौ શુદ્ધવૃજ્યાખ્યતત્વર્તિતમ્ ” તિ //દ્દ-દા
પાપકાર્યને વિશે દઢ પ્રવૃત્તિ અને અદઢ પ્રવૃત્તિ તેમ જ નિરવદ્ય પ્રવૃત્તિ : આ અનુક્રમે વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમદ્ અને તત્ત્વસંવેદન જ્ઞાનનાં લિંગો છે.” - આ પ્રમાણે છઠ્ઠા
શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે મિથ્યાત્વગુણસ્થાનકે વિષયપ્રતિભાસ જ્ઞાન વખતે પાપના વિષયમાં નિષ્કપ પ્રવૃત્તિ હોય છે. પાપ કરતી વખતે સહેજ પણ કંપ-દયાદિનો પરિણામ હોતો નથી. શ્રી વીતરાગપરમાત્માની (દવની) આજ્ઞા શું છે? ગુરુજનો શું કહે છે? આનું પરિણામ કયું આવશે? પરલોકાદિમાં આથી શું થશે ?.. વગેરે પ્રકારની વિચારણાથી શૂન્ય એવી નિરપેક્ષપણે દૃઢતાથી પાપપ્રવૃત્તિ થતી હોય ત્યારે ત્યાં વિષયપ્રતિભાસજ્ઞાનનો આવિર્ભાવસમજવો.
આત્મપરિણતિમ જ્ઞાન વખતે પાપની પ્રવૃત્તિ કંપવાળી હોય છે. શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા વગેરેની વિચારણાના કારણે સાપેક્ષપણે શિથિલ (અદઢ) પ્રવૃત્તિ બને છે. સમ્યગ્દર્શનના પ્રભાવે પાપની પ્રવૃત્તિમાં પણ પાપનો બંધ અલ્પ (નહિવતુ) થાય છે અને સદ્નો અનુબંધ પડે છે. આવા સ્થાને આત્મપરિણતિમદ્ જ્ઞાનનો આવિર્ભાવ સમજવો.
“તત્ત્વસંવેદન' જ્ઞાન તો વિરતિથી યુક્ત હોવાથી નિરવઘ પ્રવૃત્તિ જ ત્યાં હોય છે. પાપની પ્રવૃત્તિ હોતી જ નથી. મોક્ષમાર્ગની શુદ્ધ (અતિચારરહિત) આરાધના અને ભવમાર્ગની "અનારાધનાથી જણાતું તત્ત્વસંવેદનશાન છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા સર્વવિરતિધર્મનો જેમને પરિચય છે, તેઓ નિરવઘપ્રવૃત્તિ અને સાવઘની નિવૃત્તિને સારી રીતે સમજી શકે છે.
૨૧૨
સાધુસામગ્રય બત્રીશી
Page #216
--------------------------------------------------------------------------
________________
આવા સ્થળે જ તત્ત્વસંવેદનશાનનો પ્રાદુર્ભાવ હોય છે. બીજે એનો સંભવ નથી. શ્રી અષ્ટકપ્રકરણમાં આ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે “નિરપેક્ષ પ્રવૃત્તિ વગેરે જેનું લિંગ છે, તે વિષયપ્રતિભાસજ્ઞાન છે. તેવા પ્રકારની સંક્લેશથી રહિત પ્રવૃત્તિ વગેરે જેનું લિંગ છે, તે આત્મપરિણતિમદ્ જ્ઞાન છે અને ન્યાય-મોક્ષમાગદિને વિશે શુદ્ધ વૃત્તિ વગેરેથી જણાતું તત્ત્વસંવેદનશાન છે.” I૬-દી
ननु क्वैतानि लिङ्गान्युपयुज्यन्ते इत्यत आह
ઉપર જણાવેલાં નિષ્કપ-પાપપ્રવૃત્તિ વગેરે લિંગોનો ક્યાં ઉપયોગ છે - આવી શંકાનું સમાધાન કરાય છે–
जातिभेदानुमानाय व्यक्तीनां वेदनात् स्वतः ।
तेन कर्मान्तरात् कार्यभेदेऽप्येतद् भिदाऽक्षता ॥६-७॥ जातीति-जातिभेदस्य निष्कम्पपापप्रवृत्त्यादिजनकतावच्छेदकस्याज्ञानादिगतस्य अनुमानाय उक्तानि लिङ्गानीति सम्बन्धः । व्यक्तीनामज्ञानादिव्यक्तीनां स्वतो लिङ्गनैरपेक्ष्येणैव वेदनात् परिज्ञानात् । तेन कर्मान्तरात् चारित्रमोहादिरूपादुदयक्षयोपशमावस्थानवस्थितात् । कार्यभेदेऽपि सावधानवद्यप्रवृत्तिवैचित्र्येऽपि । तद्विदाऽज्ञानादिभिदाऽक्षता । प्रवृत्तिसामान्य ज्ञानस्य हेतुत्वात्तद्वैचित्र्येणैव तद्वैचित्र्योपपत्तेः । प्रवृत्तौ कर्मविशेषप्रतिबन्धकत्वस्यापि हेतुविशेषविघटनं विनाऽयोगात् । वस्तुतः कार्यस्वभावभेदे कारणस्वभावभेदः सर्वत्राप्यावश्यकः, अन्यथा हेत्वन्तरसमवधानस्याप्यकिञ्चित्करत्वादिति विवेचितमन्यत्र ।।६-७।।
“અજ્ઞાન, જ્ઞાન અને સજ્ઞાન: આ ત્રણનું જ્ઞાન તેના લિંગાદિની અપેક્ષા વિના જ થતું હોવાથી એ ત્રણની અંદર રહેલી અજ્ઞાનત્વ, જ્ઞાનત્વ અને સજ્ઞાનત્વ સ્વરૂપ જે જાતિવિશેષ છે, તેના અનુમાન માટે ઉપર જણાવેલાં લિંગો છે. તેથી કર્માતરને લઈને કાર્યભેદ(વિશેષ)ની સિદ્ધિ થવા છતાં અજ્ઞાનાદિનો ભેદ અક્ષત જ છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્યથી પ્રવૃત્તિમાત્રની પ્રત્યે જ્ઞાન કારણ હોવાથી ઉપર જણાવેલાં અજ્ઞાનાદિસ્થળે જ્ઞાન સામાન્ય તો સિદ્ધ જ હોવાથી અજ્ઞાનાદિ જ્ઞાનસામાન્ય સ્વરૂપે જ્ઞાત છે. પરંતુ નિષ્કપપાપપ્રવૃત્તિ, સકંપપાપપ્રવૃત્તિ અને નિરવઘ પ્રવૃત્તિ વિશેષના કારણ સ્વરૂપ જ્ઞાનમાં જે અજ્ઞાનત્વ, જ્ઞાનત્વ અને અજ્ઞાનત્વ સ્વરૂપ ધર્મવિશેષ છે તેના જ્ઞાન માટે તે તે પ્રવૃત્તિ વગેરે સ્વરૂપ લિંગોની ઉપયોગિતા છે. અજ્ઞાનાદિ સ્વરૂપ જ્ઞાનમાં કોઈ પણ જાતિવિશેષ ન હોય તો તે પ્રવૃત્તિવિશેષ(નિષ્કપ પાપપ્રવૃત્તિવિશેષાદિ)નું કારણ નહિ બને. એ પ્રવૃત્તિવિશેષના જનક (કારણ) તરીકે જ્ઞાનવિશેષને જે ધર્મના લીધે મનાય છે, તે તે અજ્ઞાનત્વ વગેરે ધર્મો અહીં જનકતાવચ્છેદક તરીકે મનાય છે. અજ્ઞાનાદિમાં રહેલી જનકતાના અવચ્છેદક તરીકે અજ્ઞાનત્વ વગેરેને મનાય છે. તેનું અનુમાન કરવા માટે નિષ્ઠાપાપપ્રવૃત્તિ વગેરે લિંગો ઉપયોગી બને છે.
એક પરિશીલન
૨૧૩
Page #217
--------------------------------------------------------------------------
________________
[निष्कम्पपापप्रवृत्तिनिष्ठजन्यतानिरूपितजनकता(अज्ञाननिष्ठजनकता); यत्किञ्चिद्धर्मावच्छिना जनकताવાત્... આ અનુમાનથી અજ્ઞાનત્વ સિદ્ધ થાય છે. આવી જ રીતે તે તે અનુમાનથી જ્ઞાનત્વાદિ પણ સિદ્ધ થાય છે.] આથી સમજી શકાશે કે જ્ઞાન સામાન્યથી પ્રવૃત્તિ સામાન્ય જન્ય હોવા છતાં પ્રવૃત્તિવિશેષ તો જ્ઞાનવિશેષથી જ જન્ય છે. જેને લઇને જ્ઞાનમાં વિશેષતા મનાય છે તે અજ્ઞાનત્વ વગેરે ધર્મો છે અને તેના અનુમાપક નિષ્ફપપાપપ્રવૃત્તિ વગેરે લિંગો છે.
યદ્યપિ પ્રવૃત્તિસામાન્યની પ્રત્યે જ્ઞાન સામાન્ય કારણ હોવા છતાં મિથ્યાત્વમોહનીયકર્મના ઉદય વગેરેના કારણે જ્ઞાન સામાન્યથી પણ પ્રવૃત્તિવિશેષ થઈ શકે છે. તેથી જ્ઞાનમાં અજ્ઞાનત્વાદિસ્વરૂપ વિશેષ માનવાની આવશ્યકતા નથી. પરંતુ આ રીતે મિથ્યાત્વમોહનીય કે ચારિત્રમોહનીય કર્મના ઉદયની કે ક્ષયોપશમની અવસ્થામાં અવસ્થિત કર્માતરથી સાવદ્ય કે નિરવઘ પ્રવૃત્તિ સ્વરૂપ કાર્યવિશેષની ઉત્પત્તિ થવા છતાં અજ્ઞાનાદિવિશેષ સિદ્ધ જ છે. કારણ કે પ્રવૃત્તિસામાન્યની પ્રત્યે જ્ઞાનસામાન્ય કારણ હોવાથી જ્ઞાનની વિચિત્રતા(વિશેષતા)થી જ પ્રવૃત્તિમાં વૈચિત્ર્ય સિદ્ધ થશે. તેથી પ્રવૃત્તિની વિશેષતાના કારણે અજ્ઞાનાદિવિશેષ અક્ષત છે.
યદ્યપિ અજ્ઞાનાદિની કોઈ વિશેષતા નથી. જ્ઞાન સામાન્ય એક હોવા છતાં ચારિત્રમોહનીયાદિ કર્મના ઉદય વગેરેના કારણે નિરવઘ પ્રવૃત્તિ વગેરે સ્વરૂપ વિશેષ પ્રવૃત્તિ થતી નથી અર્થાત્ જ્ઞાન સામાન્યથી જ થનારી તે તે પ્રવૃત્તિની પ્રત્યે કર્માતર પ્રતિબંધક બને છે. તેથી જ્ઞાનવિશેષ માનવાની આવશ્યકતા નથી, પરંતુ કાર્યના કારણની વિશેષતાનો નાશ ન કરે તો કર્માતરને પ્રતિબંધક માનવાનું પણ શક્ય નથી. એ પ્રતિબંધકત્વના નિર્વાહ માટે પણ અજ્ઞાનાદિવિશેષ માન્યા વિના ચાલે એવું નથી.
વસ્તુતઃ કાર્યનો સ્વભાવવિશેષ માને તો કારણનો સ્વભાવવિશેષ પણ તેના પ્રયોજક તરીકે માનવો જ જોઈએ. અન્યથા એ પ્રમાણે ન માને તો હેલ્વન્તરનું સમવધાન પણ કશું જ નહીં કરે. આશય એ છે કે એક જ કારણ કારણાંતરના સમવધાનમાં ભિન્ન ભિન્ન સ્વભાવે તે તે કાર્યની પ્રત્યે કારણ બને છે. કારણનો સ્વભાવ એક જ હોય તો કારણાંતરના સમવધાનમાં પણ તે બીજું કાર્ય નહીં કરે.. ઇત્યાદિ અન્યત્ર વિચિત છે. જિજ્ઞાસુઓએ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. પ્રકૃતકાર્યાનુકૂલ કારણવિઘટકને પ્રતિબંધક ન માને અને કારણભૂત અભાવ જેનો (કર્માતરનો) છે તેને પ્રતિબંધક માને તો ઉપર જણાવ્યા મુજબ અજ્ઞાનાદિવિશેષ માનવાની આવશ્યકતા નથી – આ પ્રમાણેના કથનનું નિરાકરણ કરવા વસ્તુતઃ... ઇત્યાદિ ગ્રંથ છે. //૬-૭ી ઉપર જણાવેલાં ત્રણ જ્ઞાનમાંથી જે જ્ઞાનના કારણે સાધુની સમગ્રતા થાય છે તે જણાવાય છે–
योगादेवान्त्यबोधस्य साधुः सामण्यमश्नुते । अन्यथाकर्षगामी स्यात् पतितो वा न संशयः ॥६-८॥
૨૧૪
સાધુસામગ્રય બત્રીશી
Page #218
--------------------------------------------------------------------------
________________
योगादिति - अन्त्यबोधस्य तत्त्वसंवेदनस्य । योगादेव संस्काररूपसम्बन्धादेव । साधुः सामग्र्यं पूर्ण-भावमश्नुते । अन्यथा तत्त्वज्ञानसंस्काराभावे पुनर्योगशक्त्यनुवृत्तौ शङ्काकाङ्क्षादिनाकर्षगामी वा स्यात्, तदननुवृत्तौ च पतितो वा न संशयोऽत्र कश्चिद्, बाह्यलिङ्गस्याकारणत्वात् ।।६-८॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે વિષય-પ્રતિભાસાદિ ત્રણ પ્રકારનાં જ્ઞાનમાં જે છેલ્લું તત્ત્વસંવેદનસ્વરૂપ જ્ઞાન છે; તેના સંસ્કાર સ્વરૂપ સંબંધથી જ સાધુમહાત્મા પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. અન્યથા તત્ત્વજ્ઞાનના સંસ્કાર ન હોય પરંતુ યોગશક્તિની અનુવૃત્તિ (ફરીથી યોગને પ્રાપ્ત કરવાની યોગ્યતા સ્વરૂપ શક્તિ જળવાઈ હોય) વિદ્યમાન હોય તો સાધુ આકર્ષને પ્રાપ્ત કરે છે. અર્થાતુ શંકા, કાંક્ષા વગેરે અતિચારોના કારણે પૂર્ણતા પામે અને ગુમાવે, પામે અને ગુમાવે આવું થયા જ કરે. યોગશક્તિની અનુવર્તના ચાલતી ન હોય તો સાધુનું અવશ્ય પતન જ થાય છે, એમાં કોઈ જ સંદેહ નથી. આવા પ્રસંગે બાહ્યસાધુવેષાદિ લિંગ પૂર્ણતાનું કારણ બનતું નથી. યોગ્યતા પડી હોય તો કોઈ વાર બાહ્યલિંગો ઉપકારક બને. પરંતુ તેવા પ્રકારની યોગ્યતા જ ન હોય તો બાલ્પલિંગો કોઈ પણ રીતે ઉપયોગી બનતાં નથી.
આથી સમજી શકાશે કે તત્ત્વસંવેદન જ પૂ. સાધુમહાત્માની પૂર્ણતામાં કારણ છે. વિષયપ્રતિભાસ અને આત્મપરિણતિમદ્ જ્ઞાન પૂર્ણતાનાં કારણ નથી. આ રીતે પૂ. સાધુભગવંતોની સમગ્રતાના અંગભૂત જ્ઞાનનું નિરૂપણ પૂર્ણ થયું. ૬-૮ના હવે ક્રમ પ્રાપ્ત ભિક્ષાનું વર્ણન કરાય છે–
त्रिधा भिक्षापि तत्राद्या सर्वसम्पत्करी मता ।
द्वितीया पौरुषघ्नी स्याद् वृत्तिभिक्षा तथान्तिमा ॥६-९॥ ત્રિતિ વ્ય: દશા.
“જ્ઞાનની જેમ ભિક્ષા પણ ત્રણ પ્રકારની છે. એમાં “સર્વસંપન્કરી ભિક્ષા પહેલી છે. બીજી ભિક્ષા પૌરુષષ્મી છે અને છેલ્લી ત્રીજી ભિક્ષા વૃત્તિભિક્ષા છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. આ લોક સંબંધી સંપત્તિથી માંડીને મોક્ષ સુધીની સર્વ સંપત્તિને કરવાના સ્વભાવવાળી ભિક્ષાને સર્વસંપન્કરી ભિક્ષા કહેવાય છે. ધર્મ અને મોક્ષ સ્વરૂપ પુરુષાર્થને હણનારી ભિક્ષાને પૌરુષની ભિક્ષા કહેવાય છે. અને આજીવિકા ચલાવવા માટેની ભિક્ષાને વૃત્તિભિક્ષા કહેવાય છે. યાખ્યા(યાચના)વિશેષ સ્વરૂપ ભિક્ષા છે. આ ત્રણ પ્રકારની ભિક્ષામાંની સર્વસંપન્કરી ભિક્ષા જ આત્માને ગુણસમૃદ્ધ જ નહિ ગુણથી પૂર્ણ બનાવનારી છે. છેલ્લી બે ભિક્ષા આત્માને ગુણથી દરિદ્ર બનાવે છે. ll-લા
પ્રથમ સર્વસંપત્કરી ભિક્ષાનું નિરૂપણ કરાય છે–
એક પરિશીલન
૨૧૫
Page #219
--------------------------------------------------------------------------
________________
सदानारम्भहेतु ा सा भिक्षा प्रथमा स्मृता ।
एकबाले द्रव्यमुनौ सदाऽनारम्भिता तु न ॥६-१०॥ सदेति-सदाऽनारम्भस्य हेतुर्या भिक्षा । सा प्रथमा सर्वसम्पत्करी स्मृता । तद्धेतुत्वं च सदारम्भपरिहारेण सदाऽनारम्भगुणानुकीर्तनाभिव्यङ्ग्यपरिणामविशेषाहितयतनया वा । सदाऽनारम्भिता तु एकबाले द्रव्यमुनौ संविग्नपाक्षिकरूपे न सम्भवति । इदमुपलक्षणमेकादशी प्रतिमा प्रतिपन्नस्य श्रमणोपासकस्यापि प्रतिमाकालावधिकत्वादनारम्भकत्वस्य न तत्सम्भवः, न च तदिक्षायाः सर्वसम्पत्करीकल्पत्वोक्त्यैव निस्तारः। इत्थं हि यथाकथञ्चित्सर्वसम्पत्करीयमिति व्यवहारोपपादनेऽपि न पौरुषघ्नीत्यादिव्यवहारानुपपादनात् । तथा च-“यतिर्ध्यानादियुक्तो यो गुर्वाज्ञायां व्यवस्थितः । सदाऽनारम्भिणस्तस्य सर्वसम्पत्करी मता ॥१॥" इत्याचार्याणामभिधानं सम्भवाभिप्रायेणैव, जिनकल्पिकादौ गुर्वाज्ञाव्यवस्थितत्वादेरिव सदाऽनारम्भित्वस्य फलत एव ग्रहणाद् । अन्यथा लक्षणाननुगमापत्तेर्रव्यसर्वसम्पत्करीमुपेक्ष्य भावसर्वसम्पत्करीलक्षणमेव वा कृतमिदमिति यथातन्त्रं भावनीयम् ॥६-१०॥
“સદા અમારંભનું જે કારણ બને છે તે ભિક્ષાને પ્રથમ સર્વસંપન્કરી ભિક્ષા કહેવાય છે. એક રીતે બાલ એવા દ્રવ્યમુનિમાં સદા અનારંભિતા (અનારંભ) હોતી નથી.” – આ પ્રમાણે દશમા શ્લોકનો અક્ષરાર્થ છે.”
કહેવાનો આશય એ છે કે સદા અમારંભના કારણભૂત ભિક્ષાને સર્વસંપન્કરી ભિક્ષા કહેવાય છે. હણવું, રાંધવું અને ખરીદવું... વગેરેને આરંભ કહેવાય છે. તેના અભાવને અનારંભ કહેવાય છે. જે ભિક્ષા ગ્રહણ કરતી વખતે ભિક્ષાપ્રદાતા ગૃહસ્થ ભિક્ષા ગ્રહણ કરનાર માટે એવો આરંભ કર્યો ન હોય તે ભિક્ષાને ગ્રહણ કરવાથી આરંભનો પરિહાર થાય છે. પોતાના શરીરને સંયમપાલનાદિ માટે, એ રીતે ભિક્ષા-ગ્રહણ દ્વારા ધારણ કરવાનું શક્ય બને છે. તેથી સદા અમારંભનું કારણ ભિક્ષા બને છે. સામાયિક કે પૌષધાદિ અવસ્થામાં ક્વચિત્ આરંભનો પરિહાર કરનારા ગૃહસ્થો પણ હોવાથી તેમની ભિક્ષાનો વ્યવચ્છેદ કરવા માટે અહીં સવા પદનું ગ્રહણ છે. સદાનારંભિતા પૂ. સાધુભગવંતોમાં છે, ગૃહસ્થોમાં નથી. ભિક્ષાથી જ સદાનારંભિત્વ સંગત બને છે. અન્યથા ભિક્ષા ગ્રહણ કરવામાં આવે નહિ તો આરંભ કર્યા વિના ચાલે એવું ન હોવાથી આરંભિત્વનો જ પ્રસંગ આવશે. આ રીતે આરંભના પરિહાર વડે ભિક્ષા ગ્રહણ કરાય છે. તેથી તેમાં (ભિક્ષામાં) સદાનારંભની હેતુતા સ્પષ્ટ છે.
અથવા “મોક્ષની સાધનામાં કારણભૂત એવા સાધુના શરીરની ધારણા માટે શ્રી જિનેશ્વરદેવોએ અહો ! અસાવદ્ય એવી ભિક્ષા સાધુભગવંતોને ઉપદેશી છે...... ઇત્યાદિ રીતે સદાઅનારંભ સ્વરૂપ ગુણના અનુસ્મરણથી જણાતા પરિણામવિશેષથી થયેલી યતના વડે સદાઅનારંભની હેતુ; ભિક્ષા બને છે. આવી યતના ન હોય તો ખરેખર જ એ ભિક્ષા સર્વસંપત્કરી
૨૧૬
સાધુસામગ્રય બત્રીશી
Page #220
--------------------------------------------------------------------------
________________
નહિ બને. યતનાપૂર્વક ગ્રહણ કરાયેલી એ ભિક્ષા સદાનારંભના પરિણામને સુરક્ષિત રાખે છે. અન્યથા પરિણામની નિર્વસતાને લઈને પૌરુષષ્મી ભિક્ષા થશે.
તાદશ ભિક્ષાથી સાધ્ય એવી સદાનારંભિતા એક રીતે બાલ અને દ્રવ્યમુનિ સ્વરૂપ સંવિગ્નપાક્ષિકોમાં મનાતી નથી. તેમનામાં આચારહીનતા હોવાથી એક પ્રકારની બાલતા છે. પરંતુ પ્રરૂપણાની દષ્ટિએ હીનતા ન હોવાથી બીજી બાલતા નથી. તેમ જ ભવિષ્યમાં તેઓને (ભાવસાધુપણાની પ્રાપ્તિ થવાની હોવાથી) ભાવના કારણભૂત દ્રવ્યમુનિ પણું હોવાથી તેઓ દ્રવ્યમુનિ છે. જેમ એક બાલ એવા દ્રવ્યમુનિસ્વરૂપ સંવિગ્નપાક્ષિક આત્માઓને સદાઅનારંભિતાનો નિષેધ છે તેમ અગિયારમી પ્રતિમાને વહન કરનાર શ્રાવકને પણ પ્રતિમાકાળ દરમિયાન અનારંભકત્વ હોવાથી સદાનારંભકત્વનો નિષેધ છે : એ ઉપલક્ષણથી સમજવું.
આ રીતે શ્રાવકને સદાઅનારંભિતા ન હોય તો તેની ભિક્ષાને કેવી માનવી આવી શંકાના સમાધાન માટે જો એમ કહી દેવાય કે સર્વસંપત્યરીકલ્પ (સર્વસંપન્કરી જેવી) એ ભિક્ષા છે તો તેથી વિસ્તાર નહિ થાય. કારણ કે એ રીતે ઉપચારથી સર્વસંપન્કરી ભિક્ષાનો વ્યવહાર સંગત થાય તોપણ એ પૌરુષબ્લીભિક્ષા નથી અને વૃત્તિભિક્ષા નથી : આવો વ્યવહાર ઉપપન્ન થતો નથી. આથી સમજી શકાશે કે શ્રાવકને કેવી ભિક્ષા માનવી આ શંકાના સમાધાન માટે નીચે જણાવ્યા મુજબ માનવું જોઇએ.
શ્રી અષ્ટકપ્રકરણમાં જણાવ્યું છે કે ધ્યાનાદિથી યુક્ત, ગુર્વાષામાં વ્યવસ્થિત અને સદા અનારંભી જે સાધુ છે તેને સર્વસંપન્કરી ભિક્ષા હોય છે. અહીં થોડો વિચાર કરીએ તો સમજાશે કે શ્રી જિનકલ્પિકાદિ મહાત્માઓની ભિક્ષા સર્વસંપન્કરી હોય છે. બાહ્યદષ્ટિએ ગુર્વાષામાં વ્યવસ્થિત ન હોવા છતાં ફળને આશ્રયીને તેઓશ્રી ગુસ્સામાં વ્યવસ્થિત જ છે તેથી પૂજયપાદ આ.ભ.શ્રી. હરિભદ્રસૂ. મહારાજાએ સદા અનારંભિત્વ અને ગુવંશાવ્યવસ્થિતત્વનું જે ઉપાદાન કર્યું છે તે સંભવાભિપ્રાયથી કર્યું છે. તેથી બાહ્યદષ્ટિએ ગુસ્સામાં વ્યવસ્થિત ન હોવા છતાં; ગુર્વાજ્ઞામાં વ્યવસ્થિતત્વનું જે ફળ છે તે મળતું હોય તો તેની અપેક્ષાએ ત્યાં ગુર્વાશાવ્યવસ્થિતત્વ જેમ મનાય છે તેમ સદાઅનારંભિત્વ ન હોવા છતાં તેનું ફળ મળી જતું હોવાથી પ્રતિમાપન્ન શ્રાવકને તેની અપેક્ષાએ સદાનારંભિત્વ માનવામાં આવે છે. તેથી પ્રતિમાપારી શ્રાવકની ભિક્ષા પણ સર્વસંપન્કરી છે. આ રીતે ફળને આશ્રયીને સંભવાભિપ્રાયે સલાનારીભત્વ વગેરેનો નિવેશ ન માનીએ તો સર્વસંપન્કરી ભિક્ષાનું લક્ષણ તેનું અનુગમક નહીં બને. કારણ કે સાધુની ભિક્ષાને તે સ્વરૂપે તે જણાવશે પરંતુ શ્રાવકની ભિક્ષાને તે સ્વરૂપે તે જણાવશે નહિ. લક્ષણ લક્ષ્યના અનુગમ માટે છે. તેથી લક્ષણથી અનનગમની આપત્તિ ન આવે એ માટે ઉપર જણાવ્યા મુજબ સવાનામિત્વ પદનો નિવેશ સંભવાભિપ્રાય છે એ માનવું જોઈએ.
એક પરિશીલન
૨૧૭.
Page #221
--------------------------------------------------------------------------
________________
અથવા દ્રવ્યસર્વસંપન્કરી ભિક્ષાને છોડીને ભાવસર્વસંપન્કરી ભિક્ષાનું આ લક્ષણ છે એમ માનવું જોઇએ. આ પ્રમાણે માનવાથી શ્રાવકની ભિક્ષા વગેરે દ્રવ્યભિક્ષા હોવાથી તેમાં લક્ષણ જાય નહિ તો ય કોઈ દોષ નથી. તેમ જ આ શ્લોકમાંનું ઉત્તરાદ્ધ પણ સંગત થશે... ઇત્યાદિ તે તે ગ્રંથાનુસાર વિચારવું. I૬-૧ના બીજી “પૌરુષષ્મી' ભિક્ષાનું સ્વરૂપ વર્ણવાય છે
दीक्षाविरोधिनी भिक्षा पौरुषघ्नी प्रकीर्तिता ।
धर्मलाघवमेव स्यात् तया पीनस्य जीवतः ॥६-११॥ दीक्षेति-दीक्षाया विरोधिनी दीक्षावरणकर्मबन्धकारिणी भिक्षा पौरुषघ्नी प्रकीर्तिता । तया जीवतः पीनस्य पुष्टाङ्गस्य धर्मलाघवमेव स्यात् । तथाहि-गृहीतव्रतः पृथिव्याधुपमर्दनेन शुद्धोञ्छजीविगुणनिन्दया च भिक्षां गृह्णन् स्वस्य परेषां च धर्मस्य लघुतामेवापादयति । तथा गृहस्थोऽपि यः सदाऽनारम्भविहितायां भिक्षायां तदुचितमात्मानमाकलयन् मोहमाश्रयति, सोऽप्यनुचितकारिणोऽमी खल्वार्हता इति शासनावर्णवादेन धर्मलघुतामेवापादयतीति । तदिदमुक्तं-“प्रव्रज्यां प्रतिपन्नो यस्तद्विरोधेन वर्तते । असदारम्भिणस्तस्य पौरुषनीति कीर्तिता ।।१।। धर्मलाघवकृन्मूढो भिक्षयोदरपूरणम् । करोति दैन्यात्पीनाङ्गः पौरुषं हन्ति केवलम् ।।२।।" अत्र प्रतिमाप्रतिपन्नभिक्षायां दीक्षाविरोधित्वाभावादेव नातिव्याप्तिरिति ध्येयम् ॥६-११।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે દીક્ષાની વિરોધિની (પ્રતિબંધ કરનારી) એવી ભિક્ષાને પૌરુષપ્ની” ભિક્ષા કહેવાય છે. પુષ્ટ માણસ આવી ભિક્ષાથી જીવનનિર્વાહ કરે તો તેનાથી ધર્મની લઘુતા જ થવાની છે.” - કહેવાનો આશય એ છે કે જે ભિક્ષાના કારણે ચારિત્રમોહનીય કર્મ બંધાય છે તે ભિક્ષાને પૌરુષષ્મી ભિક્ષા કહેવાય છે. પુષ્ટ શરીરવાળા એવી ભિક્ષાથી પોતાના જીવનનો નિર્વાહ કરે તો તેથી ધર્મની લઘુતા જ થતી હોય છે.
મહાવ્રતોને ગ્રહણ કર્યા પછી પૃથ્વીકાયાદિ જીવોનો વધાદિઆરંભ કરીને અને શુદ્ધભિક્ષાને ગ્રહણ કરનારની નિંદા કરીને ભિક્ષાને ગ્રહણ કરનારા; ધર્મની લઘુતા જ કરે છે. આવી જ રીતે ગૃહસ્થો પણ સદા અમારંભના કારણે વિહિત એવી ભિક્ષા માટે પોતાની જાતને યોગ્ય માની મોહથી ભિક્ષા વડે જીવનનિર્વાહ કરે તો “આ કેવા અનુચિત કરનારા શ્રાવકો છે'... ઇત્યાદિ રીતે શાસનની નિંદા કરાવવા દ્વારા ધર્મની લઘુતા જ કરાવનારા બને છે; જે, સ્વ અને પર ઉભય માટે અનર્થનું કારણ બને છે.
એ વાતને જણાવતાં શ્રી અષ્ટમ્રકરણમાં જણાવ્યું છે કે પ્રવ્રયાને ગ્રહણ કર્યા પછી જે તેના વિરોધ વડે વર્તે છે એવા અસહ્નો આરંભ કરનારાની ભિક્ષા “પૌરુષબી ભિક્ષા” કહેવાય છે. દીનતાથી ભિક્ષા વડે પેટ પૂરું કરનારો એવો પુષ્ટ, મૂઢ અને ધર્મની લઘુતાને કરનારો પુરુષાર્થને હણવાનું જ માત્ર કામ કરે છે. પ્રતિમાપદ્મશ્રાવકની ભિક્ષા દીક્ષાવિરોધિની ન હોવાથી ૨૧૮
સાધુસામગ્રય બત્રીશી
Page #222
--------------------------------------------------------------------------
________________
તે ભિક્ષામાં આ ભિક્ષાનું લક્ષણ સમન્વિત થતું ન હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવતી નથી. જેનું લક્ષણ કરાય છે તેના સિવાય બીજે પણ લક્ષણ સમન્વય થાય તો તે લક્ષણ અતિવ્યાપ્તિ દોષથી દુષ્ટ મનાય છે. એવું અહીં બનતું નથી. II૬-૧૧ હવે ત્રીજી વૃત્તિભિક્ષાનું સ્વરૂપ વર્ણવાય છે–
क्रियान्तरासमर्थत्वप्रयुक्ता वृत्तिसंज्ञिका ।
दीनान्धादिष्वियं सिद्धपुत्रादिष्वपि केषुचित् ॥६-१२॥ क्रियान्तरेति-क्रियान्तरासमर्थत्वेन प्रयुक्ता, न तु मोहेन चारित्रशुद्धीच्छया वा । वृत्तिसंज्ञिका भिक्षा भवति । इयं च दीनान्धादिषु संभवति । यदाह-“निःस्वान्धपङ्गवो ये तु न शक्ता वै क्रियान्तरे । भिक्षामटन्ति वृत्त्यर्थं वृत्तिभिक्षेयमुच्यते ।।१।। नातिदुष्टापि चामीषामेषा स्यान्न ह्यमी तथा । अनुकम्पानिमित्तत्वाद्धर्मलाघवकारिणः ॥२॥ तथा सिद्धपुत्रादिष्वपि केषुचिवृत्तिभिक्षा सम्भवति । आदिना सारूपिकग्रहः । दीनादिपदाव्यपदेश्यत्वाच्चैषां पृथगुक्तिः । श्रूयन्ते चोत्प्रवजिता अमी जिनागमे भिक्षुका यतो व्यवहारचूामुक्तं-“जो अणुसासिओ ण पडिनियत्तो सो सारूविअत्तणेण वा सिद्धपुत्तत्तणेण वा अच्छउ कंचिकालं । साविओ णाम सिरमुंडो अरजोहरणो अलाउयाहिं भिक्खं हिंडइ अभज्जो अ । सिद्धपुत्तो णाम सबालओ भिक्खं हिंडइ वा णवा वराडएहिं वेठलिअं करेइ ललुि वा धरेतित्ति” । केषुचिदित्यनेन ये उत्प्रवजितत्वेन क्रियान्तरासमर्थास्ते गृह्यन्ते । येषां पुनरत्यन्तावद्यभीरूणां संवेगातिशयेन प्रव्रज्यां प्रति प्रतिबद्धमेव मानसं तेषामाद्यैव भिक्षा । एतद्व्यतिरिक्तानामसदारम्भाणां च पौरुषघ्नयेव । तत्त्वं पुनरिह केवलिनो विदन्तीति अष्टकवृत्तिकृद्वचनं च तेषां नियतभावापरिज्ञानसूचकमित्यवधेयम् ॥६-१२।।
“ભિક્ષા સિવાયની અન્ય ક્રિયા કરવાનું સામર્થ્ય ન હોવાના કારણે જે ભિક્ષા ગ્રહણ કરાય છે તેને “વૃત્તિ' નામની ભિક્ષા કહેવાય છે. દીન, અંધ વગેરેને આ ભિક્ષા હોય છે. તેમ જ કેટલાક સિદ્ધપુત્રાદિને પણ આ ભિક્ષા હોય છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. એનો ભાવાર્થ સ્પષ્ટ છે કે ભિક્ષા ગ્રહણ કરવા સિવાય બીજો કોઈ ઉપાય ન હોવાથી જ વૃત્તિભિક્ષા થતી હોય છે. મોહથી અથવા ચારિત્રની શુદ્ધિની ઇચ્છાથી આ ભિક્ષા ગ્રહણ કરાતી નથી.
શ્રી અષ્ટકપ્રકરણમાં આ ત્રીજી ભિક્ષાનું વર્ણન કરતી વખતે જણાવ્યું છે કે “જેઓ અન્ય ક્રિયા કરવા માટે અસમર્થ છે, તેવા નિર્ધન, અંધ અને પંગુ વગેરે લોકો પોતાના જીવનનિર્વાહ માટે ભિક્ષાએ ફરે છે, તે ભિક્ષાને વૃત્તિભિક્ષા કહેવાય છે.” “આવા જીવો માટે આ ભિક્ષા, પૌરુષબીભિક્ષાની જેમ અત્યંત દુષ્ટ નથી. કારણ કે એ ભિક્ષા અનુકંપાનું નિમિત્ત હોવાથી આ લોકો ધર્મની લઘુતાને કરનારા હોતા નથી.” તેમ જ આવી ભિક્ષા કેટલાક સિદ્ધપુત્ર અને સારૂપિકને પણ હોય છે. દીન, અંધ, પંગુ કે દરિદ્ર વગેરે જીવોમાં સિદ્ધપુત્રાદિની ગણના હોવાથી “સિદ્ધપુત્રષ્યિ ' - આ પ્રમાણે શ્લોકમાં તેમનું સ્વતંત્ર ઉપાદાન કર્યું છે.
એક પરિશીલન
૨૧૯
Page #223
--------------------------------------------------------------------------
________________
આગમમાં દીક્ષા છોડી દીધેલા તરીકે તેમનું વર્ણન છે. ચારિત્ર છોડી દેવાના તેમના પરિણામને જોઈને ગુર્નાદિકે ઘણી હિતશિક્ષા આપવા છતાં જેઓ સંયમના પરિણામમાં પાછા ફરતા નથી, તેઓ સારૂપિક કે સિદ્ધપુત્ર તરીકે થોડા કાળ માટે રહે. સારૂપિક તેને કહેવાય છે કે જે શિરોમુંડન કરાવે છે. રજોહરણ રાખતા નથી. તુંબડું લઈને ભિક્ષાએ જાય છે અને પત્ની રાખતા નથી. સિદ્ધપુત્ર તેને કહેવાય છે કે જે વાળ રાખે છે. ભિક્ષાએ જાય અથવા ન જાય. વરાટકોથી વૅટલિકા કરે. અથવા લાકડી ધારણ કરે. શ્લોકમાં પુ િઆ પદથી એવા જ સિદ્ધપુત્રાદિ ગ્રહણ કરાય છે કે જેઓએ દિક્ષા છોડી દીધી છે અને બીજી કોઈ ભિક્ષા) ક્રિયા કરવા સમર્થ ન હોય. પરંતુ જેઓ અત્યંત અવદ્યભીરુ છે અને મોક્ષની તીવ્ર અભિલાષાના કારણે પ્રવ્રયામાં ચિત્ત જેમનું પ્રતિબદ્ધ છે, તેમને પ્રથમ સર્વસંપન્કરી જ ભિક્ષા હોય છે. આવા આત્માઓને છોડીને બીજા અસઆરંભીને પૌરુષબી જ ભિક્ષા હોય છે.
ઉપર જણાવ્યા મુજબ સિદ્ધપુત્રાદિને કઈ ભિક્ષા હોય છે - તે સ્પષ્ટપણે સમજી શકાય છે. છતાં પણ અષ્ટક પ્રકરણની વૃત્તિને કરનારાએ આ વિષયમાં એમ જણાવ્યું છે કે તત્ત્વ તો કેવલીભગવંતો જાણે છે તે આ સંશયને જણાવવા માટે નથી જણાવ્યું. પરંતુ દીક્ષાને છોડી જનારા આત્માઓનો ચોક્કસ કયો ભાવ છે - તે જાણી શકાતો નથી – એ જણાવવા માટે છે... ઇત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું. ૬-૧રા
ઉપર જણાવેલી ત્રણ ભિક્ષામાંથી જે ભિક્ષાને લઇને સાધુ ભગવંતો પૂર્ણતાને પામે છે; તે જણાવાય છે–
अन्याबाधेन सामण्यं मुख्यया भिक्षयालिवत् ।
गृह्णतः पिण्डमकृतमकारितमकल्पितम् ॥६-१३॥ अन्येति-अन्येषां स्वव्यतिरिक्तानां दायकानामबाधेनापीडनेन । मुख्यया सर्वसम्पत्कर्या भिक्षया । अलिवद्भमरवद् । अकृतमकारितमकल्पितं च पिण्डं गृह्णतः । सामग्र्यं चारित्रसमृद्ध्या पूर्णत्वं भवति । अलिवदित्यनेनानय(ट)नप्रतिषेधः । तथा सत्यभ्याहृतदोषप्रसङ्गात् । साधुवन्दनार्थमागच्छद्रिः गृहस्थैः पिण्डानयने नायं भविष्यति, तदागमनस्य वन्दनार्थत्वेन साध्वर्थपिण्डानयनस्य प्रासङ्गिकत्वादिति चेन्नैवमपि માના હતાનિવારણાતિ વત્તિ //૬-૦રૂ/
અકૃત, અકારિત અને અકલ્પિત પિંડને; દાતા વગેરેને તકલીફ ન પડે એ રીતે ભમરાની જેમ સર્વસંપત્કરી ભિક્ષા વડે ગ્રહણ કરનાર પૂ. સાધુમહાત્માને સામગ્ય પ્રાપ્ત થાય છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂ. સાધુભગવંતોને સર્વસંપન્કરી પ્રથમભિક્ષા હોય છે. એ ભિક્ષા વડે જે પિંડગ્રહણ તેઓશ્રી કરે છે તે વખતે પોતાને છોડીને અન્ય કોઇને (દાતા વગેરેને) પણ બાધા થાય નહિ એ રીતે ભમરાની જેમ ગ્રહણ કરે છે. ભમરો પુષ્પને
૨૨૦
સાધુસામગ્રય બત્રીશી
Page #224
--------------------------------------------------------------------------
________________
કિલામણા ન થાય એ રીતે તેમાંથી રસને ગ્રહણ કરે છે. તેમ સાધુભગવંતો પણ દાતા વગેરેને બાધા ન થાય એ રીતે પિંડગ્રહણ કરે છે.
એ પિંડ કૃત, કારિત કે કલ્પિત ન હોય તો જ ગ્રહણ કરે છે. પૂ. સાધુમહાત્મા માટે બનાવેલા, બનાવરાવેલા અને કલ્પેલા પિંડને અનુક્રમે કૃત, કારિત અને કલ્પિત કહેવાય છે. કાપવાથી, રાંધવાથી અને ખરીદવાથી પિંડ બને છે. જાતે કાપવા વગેરેથી કૃત પિંડ બને છે. બીજા દ્વારા એમ કરાવવાથી કારિત પિંડ બને છે અને વહોરાવવાની ભાવનાથી ગૃહસ્થો જે બનાવે તે કલ્પિત પિંડ કહેવાય છે. હનન (કાપવું-હણવું) વગેરે દ્વારા જે પિંડ કૃતાદિ નથી; તેવા નવકોટિપરિશુદ્ધ પિંડને પૂ. સાધુમહાત્મા ભિક્ષા દ્વારા ગ્રહણ કરે છે. તેથી જ પૂ. સાધુભગવંતો પૂર્ણતાને પ્રાપ્ત કરે છે.
શ્લોકમાં મિક્ષત્તિવા અહીં “બ્રમરની જેમ આ પ્રમાણે જણાવેલું હોવાથી ભિક્ષા માટે નહિ ફરવાનો નિષેધ થાય છે અર્થાત ભિક્ષા માટે ફરવું જોઈએ, પરંતુ ગૃહસ્થો પાસે મંગાવવી નહિ અથવા તો સામેથી લઈ આવેલી ભિક્ષાને ગ્રહણ ન કરવી એ પ્રમાણે સૂચવ્યું છે. કારણ કે સામેથી લાવેલી ભિક્ષાને ગ્રહણ કરવાથી અભ્યાહત દોષનો પ્રસંગ આવે છે. યદ્યપિ સાધુઓને વંદન માટે આવતા ગૃહસ્થો પિંડ લઈ આવે તો આ અભ્યાહત દોષનો પ્રસંગ નહીં આવે. કારણ કે ગૃહસ્થોનું આગમન વંદન માટે છે. સાધુ માટે પિંડ લઈ આવવાનું તો પ્રાસંગિક છે; પરંતુ આ રીતે અભ્યાહતદોષનો પ્રસંગ નિવારી શકાય તોય માલાપહૃત વગેરે દોષનું નિવારણ શક્ય નહીં બને. કારણ કે વાહનમાંથી નીચે સામાન ઉતારવાદિના કારણે અને સાધુઓને વહોરાવવા માટે મૂકી રાખવાના કારણે માલાપહૃત અને સ્થાપના વગેરે દોષોનો પ્રસંગ આવવાનો જ. II૬-૧૩
તેરમા શ્લોકમાં સ્થિત આ પદથી સર્વસંપન્કરી ભિક્ષામાં ગૃહસ્થ સંકલ્પ પણ ન કર્યો હોય (સાધુને વહોરાવવાનો સંકલ્પ પણ ન કર્યો હોય) એવા પિંડને ગ્રહણ કરવાનું જણાવ્યું છે. પરંતુ એવો પિંડ મળી શકશે નહિ એવી શંકા કરનારના આશયને જણાવાય છે–
नन्वेवं सद्गृहस्थानां गृहे भिक्षा न युज्यते । अनात्मम्भरयो यत्नं स्वपरार्थं हि कुर्वते ॥६-१४॥
नन्वेवमिति-ननु एवं सङ्कल्पितपिण्डस्याप्यग्राह्यत्वे । सद्गृहस्थानां शोभनब्राह्मणाद्यगारिणां गृहे भिक्षा न युज्यते यतेः । हि यतोऽनात्मम्भरयोऽनुदरम्भरयो यलं पाकादिविषयं स्वपरार्थं कुर्वते । भिक्षाचरदानासङ्कल्पेन स्वार्थमेव पाकप्रयले सद्गृहस्थत्वभङ्गप्रसङ्गाद्, देवतापित्रतिथिभर्तव्यपोषणशेषभोजनस्य गृहस्थधर्मत्वश्रवणात् । न च दानकालात्पूर्वं देयत्वबुद्ध्याऽसङ्कल्पितं दातुं शक्यत इत्यपि દ્રષ્ટવ્યમ્ II૬-૭૪||
એક પરિશીલન
૨૨૧
Page #225
--------------------------------------------------------------------------
________________
“આ રીતે સંકલ્પિત પિંડ પણ ગ્રહણ કરવા માટે યોગ્ય ન હોય તો સારા ગૃહસ્થોના ઘરે ભિક્ષા માટે સાધુભગવંતોએ જવું યોગ્ય નથી. કારણ કે તેઓ પોતાનું જ પેટ ભરનારા નથી હોતા. રાંધવા વગેરેના વિષયમાં પોતાના અને બીજાના માટે તેઓ પ્રયત્ન કરતા હોય છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અક્ષરાર્થ છે.
કહેવાનો આશય સ્પષ્ટ છે કે હનન, પચન અને ક્રાણ (ખરીદવું) દ્વારા પિંડ બનાવતી વખતે સાધુઓને આપવાનો જેમાં સંકલ્પ ન હોય એવો જ પિંડ ગ્રહણ કરવાનો હોય તો સારા બ્રાહ્મણ વગેરે સગૃહસ્થોનાં ઘરોમાં સાધુઓને ભિક્ષા લેવાનું જ યોગ્ય નહિ બને. કારણ કે તે સગૃહસ્થો રાંધવા વગેરેની પ્રવૃત્તિમાં સ્વ અને પાર માટે પ્રયત્ન કરતા હોય છે. ભિક્ષાચરોને આપવાનો સંકલ્પ ગૃહસ્થો ન કરે તો તેના સગૃહસ્થપણાનો ભંગ થવાનો પ્રસંગ આવે છે. કારણ કે દેવતા, માતા-પિતા અને અતિથિ વગેરેને આપ્યા પછી તેમ જ ભરણ કરવા યોગ્ય એવા પરિજનોનું પોષણ કર્યા પછી જે બાકી રહે તેનું ભોજન કરવાનો ગૃહસ્થોનો ધર્મ છે. યદ્યપિ એ ગૃહસ્થ ધર્મનું પાલન; દાન દેતાં પૂર્વે સંકલ્પ ન કરે અને દાનના અવસરે દાન કરે તોપણ શક્ય બને છે તેથી અસંકલ્પિત પિંડનું પ્રદાન ગૃહસ્થો કરી શકે છે; પરંતુ એ શક્ય નહિ બને. કારણ કે આવા વખતે દાન આપવા માટે ગૃહસ્થ પાસે પિંડ જ નહિ રહે. દેવતાદિને આપવાના સંકલ્પથી તો પિંડ એ પ્રમાણમાં બનાવાય છે અને તેથી જ તો તે પ્રમાણે આપી શકાય છે. અન્યથા આપવાનું જ શક્ય નહિ બને. આથી સમજી શકાશે કે સંકલ્પિત પિંડને ગ્રહણ કરવાનો નિષેધ કરાય તો સગૃહસ્થોને ત્યાં ભિક્ષા માટે જવાનું પૂ. સાધુમહાત્માઓ માટે યોગ્ય નહિ ગણાય - આ પ્રમાણે આ શ્લોકથી શિકાકારના આશયને જણાવ્યો છે. II૬-૧૪ો.
ઉપર જણાવેલી શંકાના સમાધાન માટે એમ કહેવામાં આવે કે સંકલ્પવિશેષથી રહિત એવા પિંડને ગ્રહણ કરવામાં બાધ નથી. માત્ર યતિને ઉદ્દેશીને સંકલ્પવાળો પિંડ ગ્રહણ ન કરવો. આ પ્રમાણેનું સમાધાન યુક્ત નથી : એમ જણાવવાપૂર્વક શંકાનું સમર્થન કરાય છે
सङ्कल्पभेदविरहो विषयो यावदर्थिकम् ।
पुण्यार्थिकं च वदता दुष्टमत्र हि दुर्वचः ॥६-१५॥ सङ्कल्पेति-अत्र हि “असङ्कल्पितः पिण्डो यतेह्य” इति वचने हि । सङ्कल्पभेदस्य यतिसम्प्रदानकत्वप्रकारदानेच्छात्मकस्य विरहो दुर्वचः । केनेत्याह-यावदर्थिकं यावदर्थिनिमित्तनिष्पादितं । पुण्यार्थिकं पुण्यनिमित्तनिष्पादितं च । पिण्डं दुष्टं वदता । अन्यथोक्तासङ्कल्पितत्वस्य यावदर्थिकपुण्यार्थिकयोः सत्त्वेन तयोर्ग्राह्यत्वापत्तेः । तदाह “सङ्कल्पनं विशेषेण यत्रासौ दुष्ट इत्यपि । परिहारो न सम्यक् स्याद्यावदर्थिकवादिनः ।।१।। विषयो वास्य वक्तव्यः पुण्यार्थ प्रकृतस्य च । असम्भवाभिधानात् स्यादाप्तस्यानाप्तताऽन्यथा Vરા રૂતિ I૬-૧૧|
૨૨૨
સાધુસામગ્રય બત્રીશી
Page #226
--------------------------------------------------------------------------
________________
બધા અર્થીઓ અને પુણ્યના ઉદ્દેશથી બનાવેલા પિંડને દુષ્ટ (અગ્રાહ્ય) કહેનારા વડે એમ કહેવાય કે, “અહીં અસંકલ્પિત પિંડ એટલે સંકલ્પવિશેષના અભાવવાળો પિંડ; તો તે દુષ્ટ વચન છે.” - આ પ્રમાણે શ્લોકાર્થ છે. કહેવાનો આશય એ છે કે “અસંકલ્પિત પિંડ પૂજ્ય સાધુભગવંતોએ ગ્રહણ કરવો જોઇએ.” આવા વિધાનની સામે શંકાકારે ઉપર જણાવ્યા મુજબ શંકા કરી કે એવું હોય તો સારા બ્રાહ્મણાદિનાં ઘરોમાં ભિક્ષા માટે જવાનું સાધુઓ માટે યોગ્ય નહિ મનાય. આ શંકાનું સમાધાન કરવા માટે એમ જણાવવામાં આવે કે સારા બ્રાહ્મણાદિ સગૃહસ્થો સામાન્યથી બધા જ ભિક્ષાચરોને ઉદ્દેશીને પિંડ બનાવતા હોય છે. અથવા તો સામાન્યથી પુણ્યપ્રાપ્તિ માટે યાચકાદિને આપવાના પણ ઉદ્દેશથી પિંડ બનાવતા હોય છે. તેથી સંકલ્પ સામાન્યથી રહિત પિંડ સદ્ગુહસ્થોના ઘરે ન હોય એ સમજી શકાય છે. તેથી જ સલ્પિતઃ વિદો યતે : અહીં અસંકલ્પિતનો અર્થ સંકલ્પવિશેષથી રહિત એવો કરવો જોઈએ. એ સંકલ્પવિશેષ અહીં માત્ર યતિના વિષયમાં સમજવો. માત્ર યતિને જ આપવાનો સંકલ્પ જ્યાં ન હોય તે સ્થળે અસંકલ્પિત પિંડ હોય છે. જ્યાં માત્ર યતિને જ બધાને નહિ) આપવાનો સંકલ્પ હોય ત્યાં સંકલ્પિત પિંડ સમજવો. સાધુને આપવાની ઇચ્છા સ્વરૂપ સંકલ્પમાં સાધુ-યતિ સંપ્રદાન કહેવાય છે. (જને આપવાનું હોય તેને સંપ્રદાન કહેવાય છે.) યતિ છે સંપ્રદાન જેનું એવા દાનની ઈચ્છા સ્વરૂપ સંકલ્પવિશેષનો વિરહ જ્યાં છે, તે અસંકલ્પિત પિંડ કહેવાય છે. આવો પિંડ સદ્ગુહસ્થોનાં ઘરોમાં હોઈ શકે છે. તેથી કોઈ દોષ નથી. આ પ્રમાણે યદ્યપિ સમાધાન કરી શકાય છે.
પરંતુ તે યોગ્ય નથી. કારણ કે ઉપર જણાવ્યા મુજબ સકલ અર્થીઓને ઉદ્દેશીને અને પુણ્યની પ્રાપ્તિને ઉદેશીને બનાવેલ પિંડ ગ્રાહ્ય બની શકે છે, માત્ર યતિઓને ઉદેશીને બનાવેલો પિંડ ગ્રાહ્ય બને નહિ. પણ આવું કહેવાથી શ્રી દશવૈકાલિકાદિ સૂત્રમાં જણાવેલી વાતનો વિરોધ આવશે. ત્યાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે “અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ બધા અર્થીઓને કે પુણ્યપ્રાપ્તિ માટે આપવાના ઈરાદે બનાવેલ છે – એવું જાણવા કે સાંભળવા મળે તો એવા યાવદર્થિક કે પુણ્યાર્થિક પિંડને આપનારને કહેવું કે તે અશનાદિ સંયતોને માટે અકલ્પ છે. તેથી મને તે લેવાનું યોગ્ય નથી. આ પ્રમાણેના વચનથી એ સ્પષ્ટ છે કે દાતાએ યાવદર્થિકાદિ પિંડ બનાવેલ હોય તોપણ તે અગ્રાહ્ય છે. અહીં જણાવ્યા મુજબ માત્ર યતિને ઉદ્દેશીને બનાવેલ પિંડ અગ્રાહ્ય હોય અને યાવદર્થિક કે પુણ્યાર્થિક પિંડ અગ્રાહ્ય ન હોય તો તેવા પિંડમાં ગ્રાહ્યત્વનો પ્રસંગ આવશે, જે શ્રી દશવૈકાલિક સૂત્રને અનુસરનારું નથી. આથી “સન્મિતઃ પિvgો ય
” અહી સંકલ્પવિશેષના અભાવને સન્ધિત પદ સમજાવે છે.” - આ વચન દુષ્ટ છે.
ઉપર જણાવેલી વાતને જણાવતાં શ્રી અષ્ટકપ્રકરણમાં જણાવ્યું છે કે - “વિશેષસ્વરૂપે સાધુઓનું સંકલ્પન જેમાં છે તે પિંડ દુષ્ટ છે એમ કહીને શંકાનો પરિહાર કરવાનું પણ યાવદર્થિક
એક પરિશીલન
૨૨૩
Page #227
--------------------------------------------------------------------------
________________
પિંડને દુષ્ટ માનનાર માટે યોગ્ય નથી અથવા તો યાવદર્થિક અને પુણ્યાર્થિક પિંડનો વિષય કહેવો જોઇએ. એટલે કે ચોક્કસ રીતે અમુક અર્થીને આશ્રયીને બનાવેલ પિંડ પરિહરણીય છે. ઇત્યાદિ સ્પષ્ટ રીતે કહેવું જોઇએ. અન્યથા જે વસ્તુનો સંભવ નથી એને જણાવવાના કા૨ણે આપ્ત પુરુષોને અનામ માનવાનો પ્રસંગ આવશે.’... ઇત્યાદિ અષ્ટકપ્રકરણથી સમજી લેવું જોઇએ. ॥૬-૧૫॥ ઉપર્યુક્ત શંકાનું સમાધાન કરાય છે—–
उच्यते विषयोऽत्रायं भिन्ने देये स्वभोग्यतः । सङ्कल्पनं क्रियाकाले दुष्टं पुष्टमियत्तया ॥६- १६ ॥
उच्यत इति - अत्रायं विषय उच्यते । यदुत क्रियाकाले पाकनिवर्तनसमये । स्वभोग्यादात्मीयभोगार्हादोदनादेर्भिन्नेऽतिरिक्त देये ओदनादौ । इयत्तया " एतावदिह कुटुम्बाय एतावच्चार्थिभ्यः पुण्यार्थं चेति” विषयतया । पुष्टं संवलितं । सङ्कल्पनं दुष्टं । तदाह - " विभिन्नं देयमाश्रित्य स्वभोग्याद्यत्र वस्तुनि । સત્વન ઝિયાળાને તત્ક્રુષ્ટ વિષયોડનયોઃ ||9||” II૬-૧૬।।
“યાવદર્થિક અને પુણ્યાર્થિક પિંડનો વિષય કહેવાય છે. રાંધતી વખતે પોતાને વાપરવા માટેના ભાત વગેરે કરતાં વધારાના દાન માટેના ભાત વગેરેમાં, ‘આટલા કુટુંબ માટે અને આટલા અર્થીઓ અને પુણ્ય માટે' - આ રીતે વિષયના વિભાગથી યુક્ત જે સંકલ્પ છે, તેનાથી યુક્ત પિંડ છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અક્ષરાર્થ છે.
-
એનો આશય સમજી શકાય છે કે રાંધતી વખતે જ પોતાના વપરાશ કરતાં વધારે પ્રમાણમાં રાંધવા લીધેલા પિંડમાં ઉપર જણાવ્યા મુજબ વિષયવિભાગ કરીને જે પિંડ તૈયાર થયો હોય તે યાવદર્થિક અને પુણ્યાર્થિક પિંડના નિષેધનો વિષય સમજવો. એ વાતને જણાવતાં અષ્ટકપ્રકરણમાં ફરમાવ્યું છે કે - પોતાના માટે ઉપયોગમાં લેવાના ઓદનાદિ(ભાત વગેરે)થી જુદા દાન માટેના વધારાના ભાત વગેરેમાં રાંધતી વખતે; ‘આટલું કુટુંબ માટે અને આટલું સકલ અર્થી કે પુણ્ય માટે' - આ પ્રમાણે સંકલ્પ કરવો તે દુષ્ટ છે. આ યાવદર્થિક અને પુણ્યાર્થિક પિંડના વિષય છે. આથી સમજી શકાશે કે શ્રી દશવૈકાલિકસૂત્રમાં જણાવ્યા મુજબના એ નિષેધ પણ પિંડવિશેષને આશ્રયીને છે. સત્તરમા શ્લોકથી આ વાત સ્પષ્ટ થશે. II૬-૧૬॥
ઉપર જણાવેલો યાવદર્થિક અને પુણ્યાર્થિક પિંડ અગ્રાહ્ય છે, તેનાથી બીજો પિંડ ગ્રાહ્ય છે. યાવદર્થિક વગેરે પિંડ સર્વ સામાન્ય રીતે દુષ્ટ નથી પરંતુ ઉપર જણાવ્યા મુજબ રાંધતી વખતે જે વિષય-વિભાગથી યુક્ત પિંડ છે તે દુષ્ટ છે - એ આ પૂર્વે જણાવ્યું છે. હવે જે પિંડ દુષ્ટ - અગ્રાહ્ય નથી તે જણાવાય છે—
૨૨૪
स्वोचिते तु तदारम्भे निष्ठिते नाविशुद्धिमत् । तदर्थकृतिनिष्ठाभ्यां चतुर्भङ्ग्यां द्वयोर्ग्रहात् ॥६- १७॥
સાધુસામય બત્રીશી
Page #228
--------------------------------------------------------------------------
________________
स्वोचिते त्विति-स्वोचिते तु स्वशरीरकुटुम्बादेर्योग्ये तु । आरम्भे पाकप्रयले । निष्ठिते चरमेन्धनप्रक्षेपेणौदनसिद्ध्युपहिते । तत् स्वभोग्यातिरिक्तपाकशून्यतया सङ्कल्पनं स्वार्थमुपकल्पितमन्न “मितो मुनीनामुचितेन दानेनात्मानं कृतार्थयिष्यामि” इत्याकारं । नाविशुद्धिमद् न दोषान्वितं । तदर्थं साध्वर्थं । कृतिराद्यपाकः, निष्ठा च चरमः पाकः, ताभ्यां निष्पन्नायां चतुर्भङ्ग्यां तदर्थं कृतिस्तदर्थं निष्ठा, अन्यार्थं कृतिस्तदर्थं निष्ठा, तदर्थं कृतिरन्यार्थं निष्ठा, अन्यार्थं कृतिरन्यार्थं च निष्ठा, इत्येवंरूपायां द्वयोर्भङ्गयो-र्ग्रहाच्छुद्धत्वेनोपादानात् । तदुक्तं - "तस्स कडं तस्स निट्ठीयं चउभंगो तत्थ दु चरिमा सुद्धा" । यदि च साध्वर्थं पृथिव्याद्यारम्भप्रयोजकशुभसङ्कल्पनमपि गृहिणो दुष्टं स्यात्तदा साधुवन्दनादियोगोऽपि तथा स्यादिति न किञ्चिदेतत् । तदिदमुक्तं - “स्वोचिते तु यदारम्भे तथासङ्कल्पनं क्वचित् । न दुष्टं शुभभावસ્વાત્તેચ્છુન્દ્વાપરવો વત્ |9||* ||૬-૧૭||
“પોતાના માટે ઉચિત એવો આરંભ કરાયે છતે અને સમાપ્ત કરાયે છતે તેવો સંકલ્પ અવિશુદ્ધ નથી. કારણ કે સાધુ માટે આરંભ અને સમાપ્તિ એ બે પદના કારણે થનારા ચાર ભાંગામાં બે ભાંગે પિંડ ગ્રહણ કરી શકાય છે.” આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે.
ન
આશય એ છે કે, ગૃહસ્થે પોતાનાં શરીર અને કુટુંબાદિ માટે રાંધવાની ક્રિયાનો આરંભ કરેલો અને છેલ્લું બળતણ નાંખવાદિની ક્રિયા વડે ભાત વગેરે રંધાઇ જાય. આ રીતે પોતાના અને પોતાના કુટુંબાદિ માટે શરૂ કરીને પૂર્ણ કરેલી રાંધવા વગેરેની ક્રિયા વડે પિંડ તૈયાર થયે છતે પોતાના અને પોતાના કુટુંબ માટેના પિંડથી અતિરિક્ત પિંડ ન હોવાથી ગૃહસ્થ એ વખતે સંકલ્પ કરે છે કે ‘આ અમારા માટે ખાવાનું તૈયાર થઇ ગયું છે. આમાંથી મુનિભગવંતોને સુપાત્રદાન આપી પોતાના આત્માને કૃતાર્થ કરું' - આવો સંકલ્પ અવિશુદ્ધ નથી અર્થાત્ આવો પિંડ સંકલ્પિત મનાતો નથી. કારણ કે સાધુ માટે આરંભ અને સાધુ માટે નિષ્ઠા (સમાપ્તિ); આ બે પદોથી થતા ચાર ભાંગામાં બે ભાંગા શુદ્ધ હોવાથી તે સંબંધી પિંડ ગ્રાહ્ય બને છે. સાધુ માટે આરંભ અને સાધુ માટે નિષ્ઠા. બીજા માટે આરંભ અને સાધુ માટે નિષ્ઠા. સાધુ માટે આરંભ અને બીજા માટે નિષ્ઠા, તેમ જ બીજા માટે આરંભ અને બીજા માટે નિષ્ઠા - આ ચાર ભાંગામાં છેલ્લા બે ભાંગા શુદ્ધ માનેલા છે. આ પ્રમાણે અન્યત્ર પણ કહ્યું છે કે ‘સાધુ માટે કરેલું(આરંભેલું) અને સાધુ માટે નિતિ(પૂર્ણ કરેલું). - આવી રીતે ચાર ભાંગા થાય. એમાંથી છેલ્લા બે શુદ્ધ છે.’ આવી રીતે પોતાના માટે થઇ ગયેલા પિંડને સાધુભગવંતોને આપવાનો સંકલ્પ કરવામાં કોઇ દોષ નથી. એ પરિણામ પૃથ્વીકાયાદિના વધાદિનો નથી, પરંતુ દાતાનો એ શુભપરિણામ છે. પોતાના માટે બનાવેલા પિંડમાંથી આ રીતે પૂ. સાધુભગવંતોને આપીને પોતાના આત્માને કૃતાર્થ બનાવવાનો સંકલ્પ; પૃથ્વીકાયાદિના આરંભનો પ્રયોજક ન હોવા છતાં જો દુષ્ટ મનાય તો પૂ. સાધુમહાત્માને વંદનાદિ કરવાનો સંકલ્પ પણ દુષ્ટ મનાશે. તેથી આવા પ્રકારના સંકલ્પને પણ દુષ્ટ માનવાનું સાવ જ તુચ્છ છે. આ વાતને જણાવતાં અષ્ટકપ્રકરણમાં ફરમાવ્યું છે કે પોતાને ઉચિત એવો એક પરિશીલન
૨૨૫
Page #229
--------------------------------------------------------------------------
________________
રાંધવા વગેરેનો આરંભ કરાયે છતે; તૈયાર થયેલા પિંડમાંથી પૂ. સાધુભગવંતોને આપીને પોતાના આત્માને હું કૃતાર્થ કરીશ - આવા પ્રકારનો સંકલ્પ કોઈ કરે તો તે શુભ ભાવ સ્વરૂપ હોવાથી, અન્ય મુનિચંદનાદિયોગની જેમ દુષ્ટ નથી... ઇત્યાદિ અષ્ટકપ્રકરણથી સમજી લેવું જોઈએ. ૬-૧થી
ઉપર જણાવ્યા મુજબ અસંકલ્પિત જ પિંડ સાધુઓએ ગ્રહણ કરવાનો હોય તો, સર્વથા ન મળે એવું ન હોય તોપણ બહુધા એ નહિ મળે અને તેથી આવી અસંભવી વસ્તુનો ઉપદેશ આપવાથી આતની અનામતા થશે... ઇત્યાદિ શંકાના સમાધાન માટે જણાવાય છે
प्राय एवमलाभः स्यादिति चेद् बहुधाप्ययम् ।
सम्भवीत्यत एवोक्तो यतिधर्मोऽतिदुष्करः ॥६-१८॥ प्राय इति-एवमसङ्कल्पितस्यैव पिण्डस्य ग्राह्यत्वे । प्रायोऽलाभः स्यात् शुद्धपिण्डाप्राप्तिः स्यात् । इति चेद् बहुधापि सङ्कल्पातिरिक्तैर्बहुभिरपि प्रकारैः शङ्कितम्रक्षितादिभिरयमलाभः सम्भवी । अथवाएवं प्रायोऽसङ्कल्पितस्यालाभः स्यादिति चेद् बहुधाप्ययमसङ्कल्पितस्य लाभः सम्भवी । अदित्सूनां भिक्षूणामभावेऽपि च बहूनां पाकस्योपलब्धेः । तथापि तवृत्तेर्दुष्करत्वात्तत्प्रणेतुरनाप्तता स्यादित्यत आहइत्यत एव यतिधर्मो मूलोत्तरगुणसमुदायरूपोऽतिदुष्कर उक्तः, अतिदुर्लभं मोक्षं प्रति अतिदुष्करस्यैव धर्मस्य हेतुत्वात्, कार्यानुरूपकारणवचनेनैवाप्तत्वसिद्धेः ॥६-१८॥
“આ પ્રમાણે અસંકલ્પિત પિંડ ગ્રહણ કરવાનો હોય તો પ્રાયઃ એ મળશે જ નહિ - આ શંકાના સમાધાનમાં કહેવાનું એ છે કે ઘણી રીતે એવો પિંડ મળી શકે છે. જોકે એ પિંડ મેળવવાનું દુષ્કર તો છે. પરંતુ તેથી જ તો સાધુધર્મને અત્યંત દુષ્કર વર્ણવ્યો છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અક્ષરાર્થ છે.
કહેવાનો આશય એ છે કે પોતાના માટે રાંધવાદિનો આરંભ કરીને તૈયાર થયેલા પિંડમાંથી પૂ. સાધુભગવંતોને દાન આપવાનો સંકલ્પ કરવાનું દુષ્ટ ન પણ હોય તોપણ એવો સંકલ્પિત પિંડ લગભગ ન મળે. કારણ કે આટલા વિવેકી અને ઉપયોગવાળા દાતાઓ ક્વચિત જ મળે. પૂ. સાધુભગવંતોના આચારનું પરિણાન, વિશિષ્ટ ઔદાર્ય, વિવેક અને પ્રાસંગિક ઉપયોગ વગેરેના યોગે એવો સંકલ્પ ઉદ્ભવે. બાકી તો રાંધવા વગેરેની શરૂઆત કરતાં પૂર્વે જ યાવદર્થિકાદિને ઉદ્દેશીને સંકલ્પ કરાતો હોય છે. તેથી વિવક્ષિત પિંડ અલભ્ય બનશે. આ પ્રમાણે શંકાકારનો આશય છે. પરંતુ એ બરાબર નથી. કારણ કે આમ તો શક્તિ કે પ્રક્ષિત વગેરે દોષોથી રહિત પિંડ પણ પ્રાયઃ ક્વચિત જ મળે છે. તેથી કાંઈ દુષ્ટ પિંડ થોડો લેવાય? આધાકમદિ દોષની શંકા જેમાં હોય તેને શંકિતપિંડ કહેવાય છે. અને મધ વગેરે (અભક્ષ્યાદિ) દ્રવ્યના સ્પર્શથી યુક્ત પિંડને પ્રક્ષિતપિંડ કહેવાય છે. શંકિતાદિ અનેક રીતે પિંડ અલભ્ય બને છે. તેથી દોષથી યુક્ત પિંડ લેવાનું વિધાન ન કરાય.
૨૨૬
સાધુસામગ્રય બત્રીશી
Page #230
--------------------------------------------------------------------------
________________
શ્લોકમાંનું વહુધા આ પદ સત્તામ અને નામ બંને સાથે જોડી શકાય છે. અલાભની સાથે તેનો અન્વય કરીને સમાધાન જણાવ્યું. હવે જ્ઞામ ની સાથે તેનો અન્વય કરીને સમાધાન જણાવાય છે અથવા ઇત્યાદિ ગ્રંથથી. તેનો આશય એ છે કે અસંકલ્પિત પિંડ જ ગ્રહણ કરવાનું વિધાન કરાય તો તેનો લાભ નહિ થાય : એવી શંકાના સમાધાનમાં ગ્રંથકાર પરમર્ષિ ફરમાવે છે કે ઘણી રીતે એ સંકલ્પ વિનાનો પિંડ પ્રાપ્ત થઇ શકે છે. કારણ કે પૂ. સાધુભગવંતોને કે બીજા કોઇ અર્થીજનોને આપવાની ભાવના વિના ઘણા લોકો રાંધવાદિનો આરંભ કરતા હોય છે તેમ જ જે દેશમાં કે કાળમાં ભિક્ષુકો ભિક્ષા માટે ફરતા જ નથી, એવા દેશમાં કે કાળમાં તે તે ગૃહસ્થો પોતાના માટે રાંધવાદિનો આરંભ કરતા હોય છે. એ બધાએ બનાવેલો પિંડ અસંકલ્પિત છે. તેથી ઘણી રીતે અસંકલ્પિત પિંડ પ્રાપ્ત થઇ શકે છે.
યદ્યપિ આ રીતે અસંકલ્પિત પિંડને પ્રાપ્ત કરવાનું અત્યંત દુષ્કર છે અને તેથી આવી દુષ્કરચર્યાનો ઉપદેશ કરનારા આમની આપ્તતા રહેતી નથી. પરંતુ ખરેખર તો આવો નિરવદ્ય ભિક્ષાનો માર્ગ બતાવવાના કારણે જ આપ્તપુરુષની આપ્તતા સુરક્ષિત છે. આમ પુરુષોએ યતિધર્મને અત્યંત દુષ્કર તરીકે વર્ણવ્યો છે. અત્યંત દુર્લભ એવા મોક્ષની પ્રત્યે અત્યંત દુષ્કર જ એવો ધર્મ કારણ છે. કાર્યને અનુરૂપ જ કારણ હોય છે અને આવા અનુરૂપ કાર્યકારણભાવના પ્રણેતા ચોક્કસ જ આપ્ત પુરુષ છે. તેથી તેઓશ્રીમાં અનામતા માનવાનો પ્રસંગ આવતો નથી. II૬-૧૮।। મન, વચન અને કાયાથી શુદ્ધ એવા સાધુભગવંતો સંકલ્પિત પિંડ ગ્રહણ કરે તો કયો દોષ છે : આ શંકાનું સમાધાન કરાય છે—
सङ्कल्पितस्य गृहिणा त्रिधाशुद्धिमतो ग्रहे ।
को दोष इति चेज्ज्ञाते प्रसङ्गात् पापवृद्धितः ।।६-१९॥
सङ्कल्पितस्येति- गृहिणा गृहस्थेन । सङ्कल्पितस्य यत्यर्थं प्रतिदित्सितस्य । त्रिधाशुद्धिमत मनोवाक्कायशुद्धस्य साधोर्ग्रहे ग्रहणे को दोषः । आरम्भप्रत्याख्यानस्य लेशतोऽप्यव्याघातादिति चेद् ज्ञाते “मदर्थं कृतोऽयं पिण्ड” इति ज्ञाते सति तद्ग्रहणे प्रसङ्गाद्, गृहिणः पुनस्तथाप्रवृत्तिलक्षणात् पापवृद्धितस्तन्निमित्तभावस्य परिहार्यत्वात् ।।६-१९।।
“ગૃહસ્થે યતિઓને માટે સંકલ્પિત કરેલો પિંડ; મન, વચન અને કાયાની શુદ્ધિવાળા એવા પૂ. સાધુભગવંતો ગ્રહણ કરે તો એમાં કયો દોષ છે ? (અર્થાત્ કોઇ દોષ નથી. કારણ કે પૂ. સાધુભગવંતોએ કોઇ પણ જાતનો આરંભ કરેલો નથી.) - આવી કોઇ શંકા કરે તો એના સમાધાનમાં એ દોષ જાણવો કે પોતાના માટે સંકલ્પિત છે : એ જાણવા છતાં એવા પિંડને પૂ. સાધુભગવંતો ગ્રહણ કરે તો ગૃહસ્થો ફરી વાર એવી પ્રવૃત્તિ કરે અને તેથી પાપની વૃદ્ધિ થાય.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે.
,,
એક પરિશીલન
૨૨૭
Page #231
--------------------------------------------------------------------------
________________
કહેવાનો આશય એ છે કે સાધુભગવંતોને આપવાની ઇચ્છાથી સંકલ્પ જેમાં કરાયો છે એવા પિંડને ગૃહસ્થ જ્યારે આપે ત્યારે મન, વચન અને કાયાની ત્રણ પ્રકારની શુદ્ધિથી શુદ્ધ એવા સાધુભગવંતો, એ પિંડને ગ્રહણ કરે તો એમાં કોઇ દોષ નથી. કારણ કે એમાં પૂ. સાધુભગવંતોની સર્વથા આરંભના ત્યાગની પ્રતિજ્ઞામાં સહેજ પણ વ્યાઘાત (વિરોધ-ભંગ) થતો નથી. આ પ્રમાણે શંકા કરનારનું કહેવું છે. પરંતુ તે યોગ્ય નથી. કારણ કે ‘મારા માટે આ પિંડ કરેલો છે.' આ પ્રમાણે ખબર હોવા છતાં તે ગ્રહણ કરવામાં આવે તો ગૃહસ્થો ફરી વાર યતિઓને ઉદ્દેશીને પિંડ બનાવવાની પ્રવૃત્તિ કરે અને તેથી પાપની વૃદ્ધિ થાય. ગૃહસ્થો આ રીતે પૂ. સાધુભગવંતોને ઉદ્દેશીને (નિમિત્તે) પાપ કરે તે ઉચિત નથી. પૂ. સાધુમહાત્માના ખ્યાલમાં એ આવે તો અવશ્ય તેનો પરિહાર કરવો જોઇએ. એટલે કે પોતાના(સાધુના) નિમિત્તે કોઇ પાપ ના કરે ઃ એનો ઉપયોગ રાખવો જોઇએ. તેથી પોતાના માટે (સાધુઓ માટે) સંકલ્પિત પિંડ છે : એ જાણ્યા પછી એ ગ્રહણ કરવાનું પૂ. સાધુભગવંતોને ઉચિત નથી. II૬-૧૯૫
:
ઉપર જણાવ્યા મુજબ સંકલ્પિત પિંડ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ દુષ્ટ હોવા છતાં ગૃહસ્થની એવી પ્રવૃત્તિથી પિંડ ગ્રહણ કરવાની પ્રવૃત્તિનો ત્યાગ ન કરાય તો શું થાય : એ જણાવાય છે— यत्यर्थं गृहिणश्चेष्टा प्राण्यारम्भप्रयोजिका । यस्तद्वर्जनोपायहीना सामग्यघातिनी ॥६- २० ॥
यत्यर्थमिति-यत्यर्थं गृहिणः प्राण्यारम्भप्रयोजिका चेष्टा निष्ठितक्रिया । तद्वर्जनोपायैराधाकर्मिककुलपरित्यागादिलक्षणैर्हीना सती । यतेः सामग्र्यघातिनी गुणश्रेणीहानिकर्त्री ||६ - २०।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે પૂ. સાધુભગવંતોને ઉદ્દેશીને રાંધવા વગેરેની પૂર્ણ કરાતી ક્રિયા ગૃહસ્થો માટે જીવના આરંભની પ્રયોજક છે. આવી આરંભની ક્રિયાનો ત્યાગ કરે : એ માટે આધાકર્મિકાદિ દોષથી દુષ્ટ એવા પિંડને બનાવનારાં કુળોમાં (દાતાઓનાં ઘરોમાં) ગોચરી જવાનું પૂ. સાધુભગવંતોએ ત્યજવું જોઇએ. સાધુઓ માટે કરાતા આરંભનું ગૃહસ્થોને પરિવર્જન કરાવવા માટેનો એ એક ઉપાય છે. એ ઉપાયને કરે નહિ અને તેવા પ્રકારના સંકલ્પિત પિંડને સાધુમહાત્મા ગ્રહણ કરે તો ઉપાયથી રહિત એ પ્રાણીવધાદિની પ્રયોજક ક્રિયા સાધુની સમગ્રતાનો ઘાત કરનારી છે. ગુણશ્રેણીને સાધુની સમગ્રતા કહેવાય છે. અસંખ્યાત સંયમના અધ્યવસાયોનાં સ્થાનો જેમાં સમાવિષ્ટ છે એવી એ ગુણશ્રેણીનો ઘાત કરનારી પ્રાણીઓના આરંભની પ્રયોજક એવી ગૃહસ્થની એ ચેષ્ટા છે. એવા ગૃહસ્થનાં ઘરોમાં ભિક્ષા માટે જવાનું સાધુઓ માટે ઉચિત નથી... ઇત્યાદિ ચોક્કસ રીતે સમજી લેવું.
જ્ઞાનેન... ઇત્યાદિ પ્રથમ શ્લોકના પૂર્વાર્ધનું નિરૂપણ આ શ્લોક સુધીના વીસ શ્લોકોથી પૂર્ણ થયું. તત્ત્વસંવેદનાત્મક જ્ઞાન અને સર્વસંપત્કરી ભિક્ષા - આ બેના કારણે સાધુસમગ્રતાની
સાધુસામય બત્રીશી
૨૨૮
Page #232
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિ થાય છે. સંયમજીવનની સાધનામાં એ બંનેનું જે મહત્ત્વ છે, તે ખૂબ જ સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ. વિષયપ્રતિભાસ અને આત્મપરિણતિમજ્ઞાન સાધુસમગ્રતાનાં કારણ બનતાં નથી. માત્ર તત્ત્વસંવેદનજ્ઞાન જ સાધુની સમગ્રતાનું કારણ બને છે. આ પૂર્વે જણાવેલાં ત્રણેય જ્ઞાનના સ્વરૂપનો વિચાર કરીએ તો સમજાશે કે વિષયપ્રતિભાસ જ્ઞાનને પ્રાપ્ત કરવાનું પણ કેટલું અઘરું છે. ઉત્કટ કોટિની જિજ્ઞાસા વિના એ શક્ય નહિ બને. તાત્ત્વિક જિજ્ઞાસાની પ્રાપ્તિ પણ ખરેખર જ કઠિન છે. અપ્રશસ્ત સંસારસંબંધી) માર્ગમાં જિજ્ઞાસા અવિરત ચાલ્યા કરે છે, પરંતુ પ્રશસ્ત(મોક્ષસંબંધી) માર્ગમાં એવી જિજ્ઞાસા પણ જ્યાં ન હોય ત્યાં તત્ત્વસંવેદનશાનની અપેક્ષા કઈ રીતે રખાય?
બસ! આવી જ સ્થિતિ ભિક્ષાના વિષયમાં છે. પૌરુષની અને વૃત્તિભિક્ષા સાધુસમગ્રતાનું કારણ ન જ બને - એ સારી રીતે સમજી શકાય છે. “સર્વસંપત્કરી ભિક્ષા જ સાધુસમગ્રતાનું કારણ બની શકે છે. પણ એનો ખ્યાલ હોવા છતાં એ ભિક્ષાને ગ્રહણ કરવા માટે મનને કેળવવાનું ખૂબ જ કપરું છે. ઇન્દ્રિયો અને શરીર પ્રત્યેનો પ્રબળ રાગ અને વિષયની આસક્તિ સર્વસંપન્કરી ભિક્ષા ગ્રહણ કરવામાં મુખ્ય અવરોધો છે. સંયમની સાધના માટે શરીર હતું. એના બદલે શરીર માટે સંયમની સાધના થવાથી સર્વસંપન્કરી ભિક્ષાનો જ છેદ થઈ ગયો અને પૌરુષની કે વૃત્તિભિક્ષા જેવી ભિક્ષા થવા લાગી હોય - એવું લાગ્યા કરે છે. અપૂર્ણને પૂર્ણ બનાવનારી ભિક્ષા ગ્રહણ કરવાના બદલે અપૂર્ણને શૂન્ય બનાવે એવી ભિક્ષા ગ્રહણ કરાય તો પરિણામ શું આવે એની કલ્પના પણ ભયંકર છે. ગમે તે રીતે તત્ત્વસંવેદનાત્મકજ્ઞાન અને સર્વસંપન્કરી ભિક્ષાને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર્યા વિના ચાલે એવું નથી – એ વીશ શ્લોકોનો પરમાર્થ છે. //૬-૨ના “જ્ઞાન” આ પ્રથમ શ્લોકના ઉત્તરાદ્ધનું વર્ણન શરૂ કરાય છે
वैराग्यं च स्मृतं दुःखमोहज्ञानान्वितं त्रिधा ।
आर्तध्यानाख्यमाद्यं स्याद्यथाशक्त्यप्रवृत्तितः ॥६-२१॥ वैराग्यं चेति-दुःखान्वितं मोहान्वितं ज्ञानान्वितं चेति त्रिधा वैराग्यं स्मृतम् । आद्यं दुःखान्वितं आर्तध्यानाख्यं स्याद् । यथाशक्ति शक्त्यनुसारेण मुक्त्युपायेऽप्रवृत्तितः । तात्त्विकं तु वैराग्यं शक्तिमतिक्रम्यापि श्रद्धातिशयेन प्रवृत्तिं जनयेदिति ॥६-२१।।
“દુઃખાન્વિત, મોહાન્વિત અને જ્ઞાનાન્વિત: આ ત્રણ પ્રકારે વૈરાગ્યને ત્રણ રીતે વર્ણવ્યો છે. એમાં પ્રથમ દુઃખાન્વિત (દુઃખગર્ભિત) વૈરાગ્ય આર્તધ્યાનસ્વરૂપ છે. કારણ કે અહીં શક્તિ અનુસાર પણ ધર્મમાં પ્રવૃત્તિ હોતી નથી.' - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે દુઃખાન્વિત, મોહાન્વિત અને જ્ઞાનાન્વિત ભેદથી વૈરાગ્ય ત્રણ પ્રકારનો છે. રાગનો અભાવ; સામાન્યથી વૈરાગ્ય છે. રાગની માત્રાની અપેક્ષાએ રાગના અસંખ્ય ભેદો છે. તે તે રાગના અભાવે
એક પરિશીલન
૨૨૯
Page #233
--------------------------------------------------------------------------
________________
અનુક્રમે વૈરાગ્યની પ્રાપ્તિ થતી હોય છે. રાગની જેમ જ વૈરાગ્યના પણ અસંખ્ય પ્રકાર છે. પરંતુ એ બધાને ઉપર જણાવેલા ત્રણ ભેદોમાં સમાવીને અહીં માત્ર ત્રણ પ્રકારોનું વર્ણન કરવાનું ઈષ્ટ છે.
શ્લોકના પૂર્વાર્ધમાં એ ત્રણ ભેદોનાં નામ જણાવીને ઉત્તરાર્ધથી પ્રથમ દુઃખાન્વિત (દુ:ખગર્ભિત) વૈરાગ્યનું સ્વરૂપ વર્ણવ્યું છે. આર્તધ્યાન સ્વરૂપ દુઃખગર્ભિત વૈરાગ્ય છે. ઈષ્ટના સંયોગની ચિંતા અને અનિષ્ટના વિયોગની ચિંતા તેમ જ રોગની ચિંતા અને નિયાણા(નિદાન)ની ચિંતા સ્વરૂપ આર્તધ્યાન ચાર પ્રકારનાં છે. સંસારમાં પાપના યોગે પ્રાપ્ત થયેલા દુઃખસ્વરૂપ અનિષ્ટના યોગે તેના વિયોગ માટે સતત ચિંતનાદિ કરવાના કારણે આવા જીવો સંસારનાં સુખોથી પણ દૂર રહે છે. જેનાથી દૂર રહેવાનું છે તેની પ્રત્યે રાગ ન હોય એ સમજી શકાય છે. આ રીતે સુખ પ્રત્યે રાગનો અભાવ થવાથી તે વૈરાગ્ય છે અને દુઃખના નિમિત્તથી તે થયો હોવાથી દુઃખગર્ભિત હોય છે.
આવા આત્માઓ સુખથી દૂર રહેતા હોવા છતાં મુક્તિના ઉપાયભૂત સમન્નાનાદિને વિશે પોતાની શક્તિ અનુસાર પ્રવૃત્તિ કરતા નથી. તાત્ત્વિક રીતે સુખની અસારતાદિના પરિજ્ઞાનથી જો વૈરાગ્ય થયો હોય તો શ્રદ્ધાતિશયને લઈને શક્તિ ઉપરાંત પણ મુક્તિના ઉપાયોમાં પ્રવૃત્તિ થતી હોય છે. તેથી જ્યાં શક્તિ અનુસાર પણ પ્રવૃત્તિ જણાતી ન હોય ત્યાં તાત્વિક વૈરાગ્ય હોતો નથી. તેથી શક્તિ અનુસાર પ્રવૃત્તિના અભાવના કારણે આ વૈરાગ્ય દુઃખાન્વિત છે. સંસારનો અહીં ભય ન હોવાથી અને માત્ર દુઃખનો જ ભય હોવાથી તે આત્તર્ધાન સ્વરૂપ છે - એ સ્પષ્ટ છે. II૬-૨૧.
પૂર્વ(૨૧મા)શ્લોકના ઉત્તરાર્ધથી શરૂ કરેલ પ્રથમ દુઃખગર્ભિત વૈરાગ્યનું જ સ્વરૂપ જણાવાય છે–
अनिच्छा हात्र संसारे स्वेष्टालाभादनुत्कटा ।
नैर्गुण्यदृष्टिजं द्वेषं विना चित्ताङ्गखेदकृत् ॥६-२२॥ अनिच्छेति-अत्र हि वैराग्ये सति । संसारे विषयसुखे । अनिच्छा इच्छाभावलक्षणा आत्मपरिणतिः । नैर्गुण्यदृष्टिनं संसारस्य बलवदनिष्टसाधनत्वप्रतिसन्धानजं । द्वेषं विनाऽनुत्कटा । अत एव चित्ताङ्गयोः खेदकृद् मानसशारीरदुःखोत्पादिका इच्छाविच्छेदो हि द्विधा स्यादलभ्यविषयत्वज्ञानाद्वेषाच्च, आद्य इष्टाप्राप्तिज्ञानाद्दुःखजनकः, अन्त्यश्च न तथेति ॥६-२२।।
પોતાના ઈષ્ટની પ્રાપ્તિ ન થવાથી દુઃખગર્ભિત વૈરાગ્ય વખતે સંસાર પ્રત્યે અનુત્કટ અનિચ્છા હોય છે. સંસારની નિર્ગુણતાના જ્ઞાનથી તેની પ્રત્યે ઉત્પન્ન થનારદ્વેષ વિના એ અનિચ્છા મન અને શરીરને ખેદ કરનારી બને છે.” - આ પ્રમાણે બાવીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે દુઃખાન્વિત વૈરાગ્ય હોતે છતે સંસાર અર્થાત્ વિષયસુખની પ્રત્યે ઇચ્છા રહેતી
૨૩૦
સાધુસામગ્રય બત્રીશી
Page #234
--------------------------------------------------------------------------
________________
નથી. ઇચ્છાના અભાવ સ્વરૂપ આત્મપરિણતિને અહીં અનિચ્છા તરીકે વર્ણવી છે અને સંસારને વિષયસુખસ્વરૂપે વર્ણવ્યો છે. સામાન્ય રીતે પણ વિચારવાથી સમજી શકાશે કે વિષયજન્ય સુખોનું
અસ્તિત્વ જ આ સંસારમાં હોત નહિ તો આ સંસારની ઈચ્છા જ થાત નહિ. સંસારની ઇચ્છા વિષયસુખની ઇચ્છાને લઇને છે. વિષયસુખની ઇચ્છા ન હોય તો સંસારની ઇચ્છા ન હોય; તેમાં અનિચ્છા હોય એ સ્પષ્ટ છે. આ રીતે ઇચ્છાના વિષય સ્વરૂપે બંને સમાન છે.
દુઃખગર્ભિત વૈરાગ્ય હોવાથી સંસાર પ્રત્યે અનિચ્છા તો થાય. પરંતુ તે ઉત્કટ કોટિની હોતી નથી. ઇચ્છાના અભાવ સ્વરૂપ એ આત્મપરિણતિને (અનિચ્છાને) ઉત્કટ બનાવવાનું કામ; નિર્ગુણ્યદૃષ્ટિથી ઉત્પન્ન થનારા દ્વેષથી થાય છે. સંસારસુખમાં(સંસારમાં) બલવત્ એવા અનિષ્ટની સાધનતાનું જે પ્રતિસંધાન (અનુસંધાન-સ્મરણાત્મક જ્ઞાનવિશેષ) છે; તેને “નૈન્યદષ્ટિ કહેવાય છે. આવી દષ્ટિના કારણે; તેના(નૈગુણ્યદષ્ટિના) વિષય ઉપર દ્વેષ જાગે છે. આવા પ્રકારના દ્વેષ વિના; વિષયસુખની ઇચ્છાનો અભાવ ઉત્કટ નહિ બને. વિષયજન્ય સુખની અનિચ્છા; પ્રથમ વૈરાગ્ય વખતે સંસારની નિર્ગુણતાના જ્ઞાનના અભાવે ઉત્કટ નથી : એ સ્પષ્ટ છે. તેથી જ આ દુઃખગર્ભિત વૈરાગ્યના સ્થાને સંસાર પ્રત્યેની અનિચ્છા; મન અને શરીરને ખેદનું કારણ બને છે. એનાથી કોઈ વિશેષ લાભ થતો નથી.
દુઃખગર્ભિતવૈરાગ્યસ્થળે આમતો સંસારના વિષયમાં અનિચ્છા-ઇચ્છાનો વિચ્છેદ(વિનાશ) થવાનું કોઈ કારણ નથી. પરંતુ ઇચ્છાનો વિચ્છેદ બે પ્રકારે થાય છે. “ઈષ્ટ વસ્તુ મને મળી શકે એમ નથી.' - આવા પ્રકારના અલભ્યવિષયત્વના જ્ઞાનના કારણે ઇચ્છાનો વિચ્છેદ થાય છે તેમ જ વસ્તુ પ્રત્યે દ્વેષ થવાના કારણે પણ તે વસ્તુની ઇચ્છાનો વિનાશ થાય છે. આ બેમાં પહેલો ઇચ્છાવિચ્છેદ દુઃખનું જ કારણ બને છે; કારણ કે ઈષ્ટપ્રાપ્તિના અભાવનું અહીં જ્ઞાન છે. ઇષ્ટ ન મળે એટલે દુઃખ થાય એ સમજી શકાય છે. બીજો દુઃખવિચ્છેદ એવો દુઃખજનક નથી. કારણ કે તે દ્વેષના કારણે થયો છે. દ્વેષની વિદ્યમાનતામાં તે વસ્તુની ઇચ્છા ન હોવાથી ઇષ્ટાપ્રાપ્તિનો સંભવ જ નથી, જેથી દુઃખ થવાનો પણ સંભવ નથી. સંસારની નિર્ગુણતાનું જ્ઞાન થવાથી જેને સંસાર પ્રત્યે દ્વેષ થયો છે, તે આત્માને કોઈ વાર ઈષ્ટ ન મળે તોપણ એમ જ થાય કે “સારું થયું ! તે ન મળ્યું ! અન્યથા રાગ થવાનો પ્રસંગ આવત’... આ વિચારથી દુઃખ થતું નથી. I૬-૨રા બીજા મોહાન્વિત વૈરાગ્યનું નિરૂપણ કરાય છે–
एकान्तात्मग्रहोद्भूतभवनैर्गुण्यदर्शनात् ।
शान्तस्यापि द्वितीयं सज्ज्वरानुभवसन्निभम् ॥६-२३॥ एकान्तेति-एकान्तः सर्वथाऽसन् क्षयी वा य आत्मा तस्य ग्रहादुत्पन्नं यद्भवनैर्गुण्यदर्शनं ततः । शान्तस्यापि प्रशमवतोऽपि लोकदृष्ट्या । द्वितीयं मोहान्वितं वैराग्यं भवति । एतच्च सन् शक्त्यावस्थितो
એક પરિશીલન
૨૩૧
Page #235
--------------------------------------------------------------------------
________________
यो ज्वरस्तस्यानुदयो वेलाप्राक्काललक्षणस्तत्सन्निभं तेषां भवेत् । द्वेषजनितस्य वैराग्यस्योत्कटत्वेऽपि मिथ्याज्ञानवासनाऽविच्छेदादपायप्रतिपातशक्तिसमन्वितत्वात् ।।६-२३॥
“પ્રશમવંતને પણ; એકાંતે આત્માદિને નિત્ય કે અનિત્ય માનનારના દર્શનનું જ્ઞાન થવાથી ઉત્પન્ન થયેલા ભવની નિર્ગુણતાના દર્શનથી, તાવ આવવા પૂર્વેની અવસ્થા જેવો બીજો મોહાન્વિત વૈરાગ્ય હોય છે.” - આ પ્રમાણે ત્રેવશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ વિશ્વના સકલ પદાર્થોનું સ્વરૂપ સમજાવતી વખતે કેટલાક દર્શનકારોએ સર્વથા અસદ્ અને વિનશ્વર સ્વરૂપે તેમ જ સર્વથા સદ્ અને અવિનશ્વર સ્વરૂપે પદાર્થોનું વર્ણન કર્યું છે. એ મુજબ આત્માને પણ સર્વથા અસત્ અને વિનશ્વર અથવા સર્વથા સદ્ અને અવિનશ્વર (કૂટનિત્ય-સહેજ પણ પરિવર્તન નહિ પામનાર) સ્વરૂપે તેઓ વર્ણવે છે. એ એકાંતદર્શનકારોનાં શાસ્ત્રોના અભ્યાસાદિથી જે ભવની નિર્ગુણતાનું દર્શન થાય છે તેને લઈને શાંત માણસને પણ જે વૈરાગ્ય થાય છે, તે બીજો મોહગર્ભિત વૈરાગ્ય કહેવાય છે.
આશય એ છે કે સામાન્ય રીતે શાસ્ત્રના અભ્યાસથી જે વૈરાગ્ય થાય તે તો જ્ઞાનગર્ભિત હોવો જોઇએ. પરંતુ એકાંતદર્શનના પરિચયથી જે જ્ઞાન થાય છે તે વાસ્તવિક ન હોવાથી ખરી રીતે તો અજ્ઞાનવિશેષ સ્વરૂપ તે જ્ઞાન છે. તેથી તેનાથી ઉદ્દભૂત વૈરાગ્યને જ્ઞાનગર્ભિત સ્વરૂપે વર્ણવ્યો નથી. વૈરાગ્ય પરમપદની પ્રાપ્તિના કારણ તરીકે અભીષ્ટ છે. આત્માને એકાંતે અનિત્ય કે નિત્ય માની લેવામાં આવે તો કોઈ પણ રીતે આત્માને પરમપદની પ્રાપ્તિ થઈ શકે નહિ. સર્વથા વિનષ્ટને કે અપરિવર્તનશીલને કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ થઈ શકે નહિ- એ સ્પષ્ટ છે. આથી સમજી શકાશે કે જેનું ફળ જ નથી એવા વૈરાગ્યને મોહગર્ભિત માનવા સિવાય બીજો કોઈ જ ઉપાય નથી.
આ મોહગર્ભિત વૈરાગ્ય શાંત આત્માને પણ હોય છે. ક્રોધાદિ કષાયો જેના શાંત થયા છે તે પ્રશમનંત આત્માને શાંત કહેવાય છે. પોતાને ઇષ્ટ એવા એકાંતદર્શનના પરિચયથી ભવનિર્ગુણતાનું દર્શન થવાથી તે આત્માઓ કષાયાદિને શાંત કરી વૈરાગ્યથી વાસિત બને છે. પરંતુ દિન-પ્રતિદિન એકાંતદર્શનના અતિપરિચયે મિથ્યાત્વાદિ ગાઢ બને છે અને તેથી કષાયોની શાંતાવસ્થાનું કોઈ ફળ મળતું નથી. તે દૃષ્ટિએ; આ આત્માઓ લોકની દષ્ટિએ જ પ્રશમવંત દેખાય છે. જ્ઞાનીઓની દષ્ટિએ તો એ અવસ્થા તાત્ત્વિક હોતી નથી.
મોહગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ સમજાવવા શ્લોકના છેલ્લા પદથી દષ્ટાંત જણાવ્યું છે. શરીરમાં તાવ આવ્યો ન હોય પરંતુ તે આવવાની શક્યતા પૂર્ણપણે હોય અર્થાત્ શક્તિસ્વરૂપે તાવ શરીરમાં હોય તેનો વર્તમાનમાં ઉદ્ભવ (ઉદય) ન હોય અર્થાત્ તાવ આવવાનો પૂર્વકાળ હોય ત્યારે વર્તમાનમાં સારું હોવા છતાં ભવિષ્યમાં જેમ અપાય છે, એવી જ રીતે મોહગર્ભિત વૈરાગ્ય પણ ભવિષ્યમાં અપાયનું જ પ્રદાન કરવામાં નિમિત્ત બનશે. સંસાર પ્રત્યે દ્વેષ થવાથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય ઉત્કટ હોવા છતાં પણ મિથ્યાજ્ઞાનના સંસ્કારોનો નાશ થયો ન હોવાથી
૨૩૨
સાધુસામગ્રય બત્રીશી
Page #236
--------------------------------------------------------------------------
________________
વર્તમાન વૈરાગ્ય; અપાય અને પ્રતિપાતના સામર્થ્યથી યુક્ત છે. તેથી તે ભવિષ્યમાં અપાયકર બને અને તે નાશ પણ પામે. શરીરમાં તાવ આવ્યો નથી, પરંતુ અંદર પડી રહ્યો હોય તો ગમે ત્યારે તે આવશે. તેથી વર્તમાન આરોગ્ય; જેમ ભવિષ્ય સંબંધી રોગશક્તિથી સમન્વિત હોવાથી સારું નથી, તે રીતે મોહગર્ભિત વૈરાગ્ય પણ અપાય અને પ્રતિપાત શક્તિથી સમન્વિત હોવાથી તે સારો નથી... ઇત્યાદિ સારી રીતે વિચારવું જોઈએ. ll૬-૨૩ હવે જ્ઞાનાન્વિત વૈરાગ્યનું નિરૂપણ કરાય છે
स्याद्वादविद्यया ज्ञात्वा बद्धानां कष्टमङ्गिनाम् ।
तृतीयं भवभीभाजां मोक्षोपायप्रवृत्तिमत् ॥६-२४॥ स्याद्वादेति-स्याद्वादस्य सकलनयसमूहात्मकवचनस्य विद्यया बद्धानामङ्गिनां कष्टं दुःखं ज्ञात्वा । भवभीभाजां संसारभयवतां तृतीयं ज्ञानान्वितं वैराग्यं भवति । तच्च मोक्षोपाये त्रिरलसाम्राज्यलक्षणे પ્રવૃત્તિમત્ પ્રષ્ટવૃદિતમ્ II૬-૨૪||
“કર્મથી બંધાયેલા જીવોનાં કષ્ટોને સ્યાદ્વાદવિદ્યાથી જાણીને સંસારથી ભયભીત થયેલા આત્માઓને; મોક્ષના ઉપાયની પ્રવૃત્તિથી યુક્ત એવો ત્રીજો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ દુઃખમય સંસારમાં દુઃખથી સંત્રસ્ત જીવોની અવસ્થાને અને તેની કારણભૂત કર્મબદ્ધતાને જોઇને અને સ્યાદ્વાદવિદ્યાથી જાણીને જેમને ભવનો ભય પેદા થાય છે, એવા આત્માઓને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. સર્વનયોના સમુદાય સ્વરૂપ વચનોને સાદુવાદ કહેવાય છે. એના પરિજ્ઞાનથી કર્મબદ્ધ જીવોના દુ:ખને જાણવાથી સંસારનો ભય ઉત્પન્ન થાય છે.
કર્મબદ્ધ જીવોના દુઃખનું સ્વરૂપ, તેનું કારણ અને તેના વિપાક વગેરેનું વાસ્તવિક જ્ઞાન સ્યાદ્વાદસ્વરૂપ વચનથી થાય છે. એ પરમતારક વચનોનું પરિજ્ઞાન ન હોય તો જીવોની કર્મબદ્ધતાદિનું યથાર્થ રીતે જ્ઞાન ન થાય અને તેથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નહિ થાય. સંસારનું કારણ, સંસારનું સ્વરૂપ અને તેનું ફળઃ આ બધાનું વાસ્તવિક જ્ઞાન; જ્ઞાનાન્વિત વૈરાગ્યનું કારણ બને-એ સ્પષ્ટ છે.
આ રીતે કર્મથી બંધાયેલા પ્રાણીમાત્રના કષ્ટને સ્યાદ્વાદ વિદ્યાથી જાણીને એ દુઃખને તેઓ સંસારમૂલક જાણે છે. તેથી તેમને દુઃખની પ્રત્યે નહિ પરંતુ સંસારની પ્રત્યે ભય થાય છે. તેથી જ તેમનો વૈરાગ્ય; મોક્ષના ઉપાયભૂત જ્ઞાન, દર્શન અને ચારિત્રના સામ્રાજ્યને વિશે પ્રવૃત્તિમદ્ હોય છે. તેમની મન-વચન-કાયાની પ્રકૃષ્ટ વૃત્તિઓ રત્નત્રયીના સામ્રાજ્યમાં પ્રયુક્ત હોય છે. અને આવી પ્રવૃત્તિથી આચ્છાદિત તેમનો વૈરાગ્ય હોય છે. સંસારથી ભયભીત થવાના કારણે સંસારથી નિર્વિણ બની એકમાત્ર મોક્ષના ઉપાયોનું આસેવન તેઓ સતત કરતા હોય છે. સંસારની
એક પરિશીલન
૨૩૩
Page #237
--------------------------------------------------------------------------
________________
નિર્ગુણતાનું જ્ઞાન વૈરાગ્ય દ્વારા સંસારથી મુક્ત કરાવનારું બને છે. મોક્ષના ઉપાયભૂત રત્નત્રયીના પ્રકૃષ્ટ આચરણથી યુક્ત જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. જ્ઞાન અને આચરણ - એ બંનેનો સંવાદ જ આ જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં શરૂ થાય છે. અત્યાર સુધી જ્ઞાન અને આચરણનો કોઈ મેળ જ બેસતો ન હતો. એ મેળ બેસાડવાનું કાર્ય જ્ઞાનગર્ભિત વૈરાગ્ય દ્વારા થાય છે. I૬-૨૪
ઉપર જણાવેલા ત્રણ વૈરાગ્યમાંથી જે વૈરાગ્યના કારણે સાધુની સમગ્રતા થાય છે - તે જણાવાય છે–
सामण्यं स्यादनेनैव द्वयोस्तु स्वोपमर्दतः ।
अत्राङ्गत्वं कदाचित्स्याद् गुणवत्पारतन्त्र्यतः ॥६-२५॥ सामग्र्यमिति-अनेनैव ज्ञानान्वितवैराग्येणैव । सामग्र्यं सर्वथा दुःखोच्छेदलक्षणं स्यात्, ज्ञानसहितवैराग्यस्यापायशक्तिप्रतिबन्धकत्वात् । द्वयोस्तु दुःखमोहान्वितवैराग्ययोः स्वोपमर्दतः स्वविनाशद्वारा । अत्र ज्ञानान्वितवैराग्येऽङ्गत्वमुपकारकत्वं । कदाचिच्छुभोदयदशायां स्यात् । गुणवतः पारतन्त्र्यमाज्ञावशवृत्तित्वं ततः । ज्ञानवत्पारतन्त्र्यस्यापि फलतो ज्ञानत्वात् ।।६-२५॥
“આ જ્ઞાનાન્વિત વૈરાગ્યથી જ પૂ. સાધુભગવંતોની સમગ્રતા પૂર્ણ થાય છે. દુઃખાન્વિત અને મોહાન્વિત વૈરાગ્ય તો કોઈ વાર પોતાના વિનાશ દ્વારા ગુણવાન પુરુષોની આજ્ઞાનું પારતંત્ર્ય કેળવવાથી જ્ઞાનાન્વિત વૈરાગ્યના અંગ બને છે.” આ પ્રમાણે પચીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂ. સાધુમહાત્માઓનું સામગ્ય દુઃખના ઉચ્છદ સ્વરૂપ છે, જે કર્મમાત્રના ઉચ્છેદથી થઈ શકે છે. સકલ કર્મના ક્ષય સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ વિના સાધુભગવંતોની સમગ્રતા સિદ્ધ નહીં થાય. જ્ઞાનાન્વિત વૈરાગ્યના જ કારણે સર્વથા દુઃખોનો ઉચ્છેદ થાય છે. કારણ કે જ્ઞાનસહિત વૈરાગ્ય અપાયશક્તિનો પ્રતિબંધ કરે છે. તેથી ભવિષ્યમાં કોઈ અપાય થતો ન હોવાથી દુઃખોનો સર્વથા ઉચ્છેદ થઈ જાય છે. ક્રમિક દુઃખોનો ઉચ્છેદ થતો હોય તોપણ ભવિષ્યમાં જો અપાયની પ્રાપ્તિ થયા જ કરે તો સર્વથા એ દુઃખોચ્છેદ ન જ થાય - એ સમજી શકાય છે. જ્ઞાનસહિત વૈરાગ્ય સ્થળે એવું બનતું નથી. જ્ઞાનના કારણે અપાયની શક્તિ જ પ્રતિબદ્ધ થાય છે અને તેથી વૈરાગ્ય વિના પ્રતિબંધે દુઃખોનો ઉચ્છેદ કરી શકે છે. જ્ઞાનથી રહિત એવા બંન્ને વૈરાગ્યમાં એ શક્ય થતું નથી. ત્યાં અપાયની શક્તિનો પ્રતિબંધ થતો નથી.
કોઈ વાર શુભનો ઉદય થાય તો એ દશામાં ગુણવાન પુરુષોની આજ્ઞાને આધીન બની મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરાય તો દુઃખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્ય; પોતાના નાશ દ્વારા જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં પરિણમે છે. આ રીતે એ બંને, જ્ઞાનાન્વેિતવૈરાગ્યમાં ઉપકારક અંગ બને છે. જોકે એ બંન્ને વૈરાગ્ય જ્ઞાનસહિત નથી પરંતુ ગુણવાનજ્ઞાનીનું પાતંત્ર્ય, એના ફળને આશ્રયીને જ્ઞાનસહિત બને છે. જ્ઞાનની જેમ જ જ્ઞાનીભગવંતનું પાતંત્ર્ય પણ અપાયશક્તિનો
૨૩૪
સાધુસામગ્રય બત્રીશી
Page #238
--------------------------------------------------------------------------
________________
પ્રતિબંધ કરે છે. તેથી જ્ઞાન અને જ્ઞાનીના પાતંત્ર્યમાં એ દષ્ટિએ ભેદ નથી. આથી સમજી શકાશે કે પૂ. સાધુમહાત્માઓને તેમની સમગ્રતા-પૂર્ણતાની પ્રાપ્તિ માટે જ્ઞાન જેટલું જ મહત્ત્વ જ્ઞાનીના પારતંત્રમાં છે. જ્ઞાનના અભાવે કોઈ વાર દુઃખ કે મોહથી અન્વિત એવો પણ વૈરાગ્ય થયો હોય; તોપણ જ્ઞાનીની આજ્ઞાને વશ બની પ્રવૃત્તિ કરવાથી સાધુસમગ્રતાને પ્રાપ્ત કરી શકાય છે. આવું સમજયા પછી પણ જ્ઞાનીઓની પરમતારક આજ્ઞાને આધીન બનવાનું લગભગ ગમતું નથી. સર્વથા દુઃખોનો ઉચ્છેદ કરવા માટે પ્રયત્નશીલ બનેલા આત્માઓ બીજી કોઈ પ્રવૃત્તિ કરે અથવા ન કરે તો પણ ગુણવત્પાતંત્ર્ય કેળવે નહિ તો તેમનો પ્રયત્ન સફળ નહિ બને. સ્વતંત્રપણે વર્તવાની વૃત્તિ દિવસે દિવસે વ્યાપક બનતી જાય છે. આવી સ્થિતિમાં ગુણવત્પાતંત્ર્યની અનિવાર્યતા અને આવશ્યકતા સમજાવવાનું પણ લગભગ શક્ય નથી. જ્ઞાનરહિત એવા પણ વૈરાગ્યને જ્ઞાનગર્ભિત બનાવવાનું કાર્ય, ગુણવત્પાતંત્ર્ય કરે છે એ મુમુક્ષુ આત્માઓએ કોઇ પણ રીતે ભૂલવું ના જોઇએ. /૬-૨પા.
ननु गुणवत्पारतन्त्र्यं विनाऽपि भावशुद्धया वैराग्यसाफल्यं भविष्यतीत्यत आह
ગુણવત્પાતંત્ર્ય વિના પણ ભાવની શુદ્ધિથી વૈરાગ્યને સફળ બનાવી શકાય છે. તેથી ઉપર જણાવ્યા મુજબ ગુણવત્પાતંત્ર્યની આવશ્યકતા નથી - આ પ્રમાણે કહેનારાની વાત બરાબર નથી, તે જણાવાય છે
भावशुद्धिरपि न्याय्या न मार्गाननुसारिणी ।
अप्रज्ञाप्यस्य बालस्य विनैतत्स्वाग्रहात्मिका ॥६-२६॥ भावेति-भावशुद्धिरपि यमनियमादिना मनसोऽसङ्क्लिश्यमानतापि । एतद् गुणवत्पारतन्त्र्यं विना । अप्रज्ञाप्यस्य गीतार्थोपदेशावधारणयोग्यतारहितस्य । बालस्य अज्ञानिनः । स्वाग्रहात्मिका शास्त्रश्रद्धाधिकस्वकल्पनाभिनिवेशमयी । मार्गो विशिष्टगुणस्थानावाप्तिप्रवणः स्वरसवाही जीवपरिणामस्तदननुसारिणी न न्याय्या । यदाह-“भावशुद्धिरपि ज्ञेया यैषा मार्गानुसारिणी । प्रज्ञापनाप्रियात्यर्थं न पुनः स्वाग्रहात्मिका ॥१।। रागो द्वेषश्च मोहश्च भावमालिन्यहेतवः । एतदुत्कर्षतो ज्ञेयो हन्तोत्कर्षोऽस्य तत्त्वतः ।।२।। तथोत्कृष्टे जगत्यस्मिन् शुद्धिवे शब्दमात्रकम् । स्वबुद्धिकल्पनाशिल्पिनिर्मितं नार्थवद्भवेत् ।३।' ॥६-२६।।
ગુણવત્ એવા ગુરુજનોના પાતંત્ર્ય વિના અપ્રજ્ઞાપનીય એવા અજ્ઞાનીની પોતાના આગ્રહસ્વરૂપ ભાવશુદ્ધિ પણ માર્ગાનુસારિણી ન હોવાથી ઉચિત નથી.” - આ પ્રમાણે છવ્વીસમાં શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પાંચ મહાવ્રતો સ્વરૂપ યમ; તેમ જ શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરધ્યાન સ્વરૂપ પાંચ નિયમ અને આસન વગેરે યોગનાં અંગોની સાધના વડે મનની સંક્લેશ(રાગ-દ્વેષ)રહિત અવસ્થાને ભાવશુદ્ધિ કહેવાય છે. ગીતાર્થમહાત્માઓના ઉપદેશનું અવધારણ કરવાની જેનામાં યોગ્યતા નથી તેને અપ્રજ્ઞાપ્ય (અપ્રજ્ઞાપનીય) કહેવાય એક પરિશીલન
૨૩૫
Page #239
--------------------------------------------------------------------------
________________
છે. શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધા કરતાં પણ અધિક એવી પોતાની કલ્પનાના અભિનિવેશને સ્વાગ્રહ કહેવાય છે. અને વિશિષ્ટ ગુણસ્થાનકને પ્રાપ્ત કરાવવામાં તત્પર એવો જીવનો સ્વાભાવિક જે પરિણામ છે તેને માર્ગ કહેવાય છે. આથી સમજી શકાશે કે જે ભાવશુદ્ધિ માર્ગોનુસારિણી હોય, પ્રજ્ઞાપનીયની હોય અને સ્વાગ્રહથી શૂન્ય હોય તે જ ન્યાય-ઉચિત છે. - ગુણવંત ગુરુદેવશ્રીનું પાતંત્ર્ય જેઓ સ્વીકારતા નથી, તેમની શાંતપરિણતિ માર્ગને અનુસરનારી હોતી નથી. તેઓ પોતાની જાતને પરમેગીતાર્થ માનતા હોવાથી બીજા કોઈ પણ ગીતાર્થ મહાત્માઓનો પરમતારક ઉપદેશ ઝીલવાની યોગ્યતાથી રહિત હોય છે અને શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા રાખવાના બદલે પોતાની મતિકલ્પના ઉપર તેમને વધારે વિશ્વાસ હોવાથી દરેક વસ્તુના વિષયમાં તેમને ચિકાર આગ્રહ હોય છે. આવા બાલ જીવોની (અજ્ઞાનીઓની) ભાવશુદ્ધિ ન્યાય મનાતી નથી. કારણ કે તેઓ ગુણવંત ગુરુદેવશ્રીની પરમતારક આજ્ઞાને આધીન નથી.
ન્યાય કોટિની ભાવશુદ્ધિનું વર્ણન કરતાં શ્રી અષ્ટકપ્રકરણમાં ફરમાવ્યું છે કે – “આ ભાવની શુદ્ધિ પણ (મનની અસંક્તિશ્યમાનતા પણ) મોક્ષમાર્ગના અનુસરણના સ્વભાવવાળી હોવી જોઇએ, આગમના અર્થના ઉપદેશ સ્વરૂપ પ્રજ્ઞાપના જેમાં અત્યંત પ્રિય છે એવી હોવી જોઇએ અને શાસ્ત્રપ્રતિપાદિત અર્થથી વિલક્ષણ એવો જે સ્વાભિમત અર્થ; તેના અભિનિવેશથી રહિત હોવી જોઇએ.” ભાવશુદ્ધિમાં સ્વાગ્રહથી રહિતપણું કેમ હોવું જોઈએ, તે જણાવતાં ત્યાં ફરમાવ્યું છે કે “રાગ, દ્વેષ અને મોહ (અજ્ઞાન) : આ ત્રણ, ભાવની મલિનતાનાં (આત્મપરિણતિની અશુદ્ધતાનાં) કારણ છે. તેના ઉત્કર્ષ(ઉપચય)થી ભાવની મલિનતાનો (સ્વાગ્રહાદિસ્વરૂપ ભાવમલિનતાનો) જ ખરેખર તો ઉપચય થાય છે. અને તેથી “રાગાદિના ઉત્કર્ષથી સ્વાગ્રહાદિસ્વરૂપ ભાવમાલિન્ય ઉત્કટ થયે છતે ભાવની શુદ્ધિ બોલવાપૂરતી જ રહે છે. પોતાની બુદ્ધિની કલ્પના સ્વરૂપ શિલ્હીથી નિર્માણ પામેલું અર્થવદ્ નહિ બને.”... ઇત્યાદિ અષ્ટકમકરણથી જાણી લેવું જોઈએ. ll -૨ . ગુણવત્પાતંત્ર્યનું કાર્ય જણાવીને તેનું સમર્થન કરાય છે–
मोहानुत्कर्षकृच्चैतदत एवापि शास्त्रवित् ।
क्षमाश्रमणहस्तेनेत्याह सर्वेषु कर्मसु ॥६-२७॥ मोहेति-एतद्गुणवत्पारतन्त्र्यं च । मोहानुत्कर्षकृत् स्वाग्रहहेतुमोहापकर्षनिबन्धनं । तदाह-"न मोहोद्रिक्तताभावे स्वाग्रहो जायते क्वचित् । गुणवत्पारतन्त्र्यं हि तदनुत्कर्षसाधनम् ॥१॥' अत एव गुणवत्पारतन्त्र्यस्य मोहानुत्कर्षकृत्त्वादेव । शास्त्रविदपि आगमज्ञोऽपि । सर्वेषु कर्मसु दीक्षादानोद्देशसमुद्देशादिषु । क्षमाश्रमणहस्तेनेत्याह । इत्थमभिलापस्य भावतो गुरुपारतन्त्र्यहेतुत्वात् तस्य च मोहापकर्ष
સાધુસામગ્રય બત્રીશી
૨૩૬
Page #240
--------------------------------------------------------------------------
________________
द्वाराऽतिचारशोधकत्वात् । तदाह - “अत एवागमज्ञोऽपि दीक्षादानादिषु ध्रुवम् । क्षमाश्रमणहस्तेनेत्याह सर्वेषु ર્મસુ ||9||” ।।૬-૨૭।।
,,
“મોહના અપકર્ષને કરનારું આ ગુણવત્પારતંત્ર્ય છે. આથી જ શાસ્ત્રના જાણકાર પણ સર્વકાર્યમાં ‘ક્ષમાશ્રમણના હાથે’ – આ પ્રમાણે જણાવે છે.' - આ પ્રમાણે સત્તીવાસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે, ગુણવદ્ એવા જ્ઞાનીગુરુભગવંતની પરમતારક આજ્ઞામાં રહેવાથી મોહનો અપકર્ષ (ક્રમિક ડ્રાસ) થાય છે. શાસ્ત્રની શ્રદ્ધા કરતાં પણ પોતાની બુદ્ધિકલ્પનાને શ્રેષ્ઠ માનવા સ્વરૂપ જે સ્વાગ્રહ છે તેનું કારણ મોહ-અજ્ઞાન છે. આવો મોહ ગુણવત્પારતંત્ર્યના કારણે થતો નથી. અને ભૂતકાળમાં થયેલા એ મોહનો ધીરે ધીરે ગુણવદ્ગુરુભગવંતની આજ્ઞાની આધીનતાને કારણે અપકર્ષ થાય છે.
એ વાતને જણાવતાં અષ્ટકપ્રકરણમાં ફરમાવ્યું છે કે “મોહ તેમ જ રાગદ્વેષની ઉદ્વિક્તતાના અભાવે ક્યારે પણ સ્વાગ્રહ થતો નથી. મોહની(મોહાદિની) ઉદ્ગિક્તતા(ઉત્કર્ષ)ના અભાવનું સાધન ગુણવત્પારતંત્ર્ય છે.” ગુણવત્પારતંત્ર્ય મોહના અનુત્કર્ષને કરનારું હોવાથી જ આગમના જાણકાર પણ દીક્ષાપ્રદાન અને સૂત્રસંબંધી ઉદ્દેશ, સમુદ્દેશ તથા અનુજ્ઞા વગેરે સ્વરૂપ કાર્યપ્રસંગે (દીક્ષાપ્રદાનાદિ) ક્ષમાશ્રમણોના(પૂર્વકાળના ૫૨મર્ષિઓના) હસ્તે હું આપું છું, સ્વતંત્રપણે નહિ – આ પ્રમાણે કહે છે. કારણ કે એ પ્રમાણે બોલવા વડે ભાવથી ગુરુપારતંત્ર્યની પ્રાપ્તિ થાય છે અને તેનાથી મોહનો અપકર્ષ થવાથી અતિચારની શુદ્ધિ થાય છે.
કહેવાનો આશય એ છે કે આગમના જ્ઞાતા એવા ગીતાર્થ મહાત્માઓ પણ; શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ દીક્ષાપ્રદાન કે સૂત્રના ઉદ્દેશાદિ કાર્ય કરવાના પ્રસંગે દરેક કાર્યમાં, આ હું નથી કરતો પરંતુ ક્ષમાશ્રમણોના હસ્તે કરાય છે – એમ બોલતા હોય છે. એનાથી ગુણવત્પુરુષોનું પારતંત્ર્ય ભાવથી પ્રાપ્ત થાય છે અને તેથી તે તે મહાન કાર્યો કરતી વખતે કાર્ય કરનાર મહાત્માઓને અહંકારાદિ દોષો ઉદ્ભવતા નથી, જેથી ગુણવત્પારતંત્ર્ય આ રીતે અતિચારનું શોધક બને છે. અષ્ટકપ્રકરણમાં પણ એ પ્રમાણે કહ્યું છે કે “ગુણવત્પારતંત્ર્ય મોહના અનુત્કર્ષને કરનારું હોવાથી જ આગમના જાણકાર પણ દીક્ષાપ્રદાનાદિ દરેક કાર્યપ્રસંગે ‘ક્ષમાશ્રમણોના હાથે’ આ પ્રમાણે અવશ્ય બોલે છે. આથી સમજી શકાશે કે આગમના જાણકાર પણ મોહના હ્રાસ માટે ભાવથી ગુરુપારતંત્ર્યનો સ્વીકાર કરે છે. ગુરુપારતંત્ર્ય વિના ભાવની શુદ્ધિ કોઇ પણ રીતે શક્ય નથી. ગમે તેટલી કષાયની પરિણતિ મંદ હોય અને ગમે તેટલી આગમની વિશારદતા હોય પરંતુ ગુણવત્-ગુરુપારતંત્ર્ય વિના એ ભાવવિશુદ્ધિનું કારણ નહીં બને. પરમશ્રદ્ધા, અસાધારણ વિદ્વત્તા અને અપ્રમત્ત સંયમસાધનાદિ ગુણો પણ ગુણવત્ગુરુભગવંતના પારતંત્ર્ય વિના ગુણાભાસ સ્વરૂપે જ પરિણમતા હોય છે. એ ગુણોને વાસ્તવિક બનાવવા માટે ગુણવત્પારતંત્ર્ય વિના બીજો કોઇ જ ઉપાય નથી. જે ગુણની ખરેખર જ એક પરિશીલન
૨૩૭
Page #241
--------------------------------------------------------------------------
________________
આવશ્યકતા છે તેની વધુ પડતી ઉપેક્ષા કરવાના કારણે આજે ખૂબ જ વિષમ સ્થિતિ સર્જાઇ છે. વહેલામાં વહેલી તકે આ સ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન નહીં કરાય તો ભવિષ્યમાં કેવી પરિસ્થિતિ સર્જાશે તે કહી શકાય એવું નથી. ૬-૨થી ગુણવત્યારતંત્રનો કોણ સ્વીકાર કરે છે અને કોણ સ્વીકારતું નથી – એ જણાવાય છે–
यस्तु नान्यगुणान् वेद नवा स्वगुणदोषवित् ।
स एवैतन्नाद्रियते न त्वासन्नमहोदयः ॥६-२८॥ સ્વિતિ–વ્યy: I૬-૨૮ાા.
શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે – જે બીજાના ગુણોને જાણતો નથી તેમ જ પોતાના ગુણ અને દોષને જાણતો નથી તે જ ગુણવત્યારતંત્ર્યનો સ્વીકાર કરતો નથી. કારણ કે એવો આત્મા લગભગ બીજાના દોષો જોવામાં તત્પર હોય છે અને પોતાના દોષો હોવા છતાં અને ગુણો ન હોવા છતાં દોષને જોતો નથી અને ગુણને જોયા કરે છે. આવા લોકો ગુણવનું પાતંત્ર્ય રાખી ન શકે. કારણ કે તેમને એનું કોઈ જ પ્રયોજન નથી.
પોતાના ગુણદોષને જોયા પછી ગુણની રક્ષા અને દોષનો વિગમ વગેરે માટે ગુણવગુરુજનોના પાતંત્ર્યની અપેક્ષા હોય છે. સામા માણસના ગુણ પણ તેના પારતંત્રના સ્વીકાર માટે જોવાના છે. પરંતુ જેને બીજાના ગુણો જણાતા નથી અને પોતાના પણ ગુણદોષો જણાતા નથી એવા આત્માને ગુણવત્યારતંત્રનો વિચાર કરવાનો અવકાશ જ રહેતો નથી. બીજાના ગુણો તરફ દૃષ્ટિ જાય અને પોતાના ગુણ-દોષનું ભાન થાય તો ગુણવત્યારતંત્રનો થોડો પણ વિચાર કરી શકાય. ગુણની લાલચ લાગે અને દોષો પ્રત્યે નફરત જાગે ત્યારે ગુણવત્પાતંત્ર્ય માટે કહેવું નહિ પડે, સ્વાભાવિક જ તે ત્યારે પ્રાપ્ત થયેલું હશે.
આ રીતે શ્લોકના પ્રથમ ત્રણ પાદથી ગુણવત્પાતંત્ર્યનો આદર કોણ કરતો નથી એ જણાવીને ચોથા પાદથી શ્લોકમાં, ગુણવત્યારતંત્ર્યનો આદર કોણ કરે છે તે જણાવ્યું છે. નજીકના કાળમાં જેને મહોદય-મોક્ષની પ્રાપ્તિ થવાની છે એવા આત્માઓ ગુણવત્યારતંત્ર્યનો આદર કરતા નથી એવું નથી અર્થાત્ તેઓ તેનો આદર કરે છે. મોક્ષની પ્રાપ્તિ નજીકમાં હોવાથી એવા આત્માઓની યોગ્યતા શ્રેષ્ઠ કક્ષાની હોય છે. સ્વભાવસિદ્ધ કર્મલઘુતાને લઈને એ આત્માઓને ગુણની પ્રાપ્તિ અને દોષની નિવૃત્તિ ખૂબ જ સરળતાથી થતી હોય છે. //૬-૨૮ ગુણવદ્ ગુરુજનોના પાતંત્ર્યથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છે–
गुणवबहुमानाद् यः कुर्यात् प्रवचनोन्नतिम् । અન્વેષાં વનોત્પસ્તસ્ય ચાલુતિઃ પરા દ્-૨૧
૨૩૮
સાધુસામગ્રય બત્રીશી
Page #242
--------------------------------------------------------------------------
________________
गुणवदिति-गुणवतां ज्ञानादिगुणशालिनां बहुमानात् । यः प्रवचनस्योन्नतिं बहुजनश्लाघां कुर्यात् । तस्य स्वतोऽन्येषां दर्शनोत्पत्तेः । परा तीर्थकरत्वादिलक्षणा उन्नतिः स्यात् । कारणानुरूपत्वात्कार्यस्य । तदाह-“यस्तून्नतो यथाशक्ति सोऽपि सम्यक्त्वहेतुताम् । अन्येषां प्रतिपद्येह तदेवाप्नोत्यनुत्तमम् ।।१।। प्रक्षीणतीव्रसङ्क्लेशं प्रशमादिगुणान्वितम् । निमित्तं सर्वसौख्यानां तथा सिद्धिसुखावहम् ।।२।। ॥६-२९॥
“ગુણવદ્ ગુરુજનો પ્રત્યે બહુમાન રાખવાથી જે પ્રવચનની ઉન્નતિ-પ્રભાવનાને કરે છે તેને અને બીજાને તેનાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. તેથી તે શ્રેષ્ઠ કોટિની ઉન્નતિને પામે છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે ગુણવતુપારતંત્રના કારણે પોતાની ગુણહીનતાનો અને દોષપૂર્ણતાનો ખ્યાલ આવે છે. તેની સાથે ગુણવદ્ ગુરુજનોની ગુણવત્તાનો પણ પરિચય થાય છે. તેથી ગુણવદ્ ગુરુજનોની પ્રત્યે બહુમાન પ્રગટે છે. એ બહુમાનને લઈને ગુણવદ્ ગુરુજનોની સાથેનો વિનય અને વિવેકાદિ પૂર્ણ આપણો વ્યવહાર જોઇને જોનારાને એમ થાય છે કે કેટલું અદ્ભુત છે આ જૈન શાસન ! જ્યાં આવું બહુમાન કરાય છે....... આવા પ્રકારની ઘણા લોકો દ્વારા શ્રી વીતરાગપરમાત્માના પરમતારક પ્રવચનની પ્રશંસા થવાથી જ્ઞાનાદિગુણોથી ગુણવદ્ ગુરુજનોના બહુમાનથી પ્રવચનની ઉન્નતિપ્રભાવના થાય છે. આ રીતની બહુજનશ્લાઘા સ્વરૂપ પ્રવચનોન્નતિના કારણે પોતાને અને બીજાને શ્રી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે અને તેથી પ્રવચનની ઉન્નતિ કરનારની શ્રેષ્ઠ કોટિની શ્રી તીર્થંકરપણું વગેરે પ્રાપ્ત કરવા સ્વરૂપ ઉન્નતિ થાય છે અર્થાત્ એ રીતે પ્રવચનની ઉન્નતિ કરનારને શ્રી તીર્થંકરપદની કે શ્રી ગણધરપદ વગેરેની પ્રાપ્તિ થાય છે. કારણ કે કાર્ય, કારણને અનુરૂપ જ થતું હોય છે. જેવું કારણ હોય તેવું કાર્ય થાય. પ્રવચનની ઉન્નતિ અહીં કારણ છે, તેથી તેને અનુરૂપ શ્રેષ્ઠ કોટિની ઉન્નતિ સ્વરૂપ કાર્યની પ્રાપ્તિ થાય - એ સમજી શકાય છે.
આ વાતને જણાવતાં શ્રી અષ્ટક પ્રકરણમાં જણાવ્યું છે કે જે પોતાની શક્તિ અનુસાર શાસનની ઉન્નતિ-પ્રભાવના માટે પ્રયત્ન કરે છે તે પણ બીજાને સમ્યગ્દર્શનની પ્રત્યે કારણ બનીને તે; અનુત્તર સમ્યગ્દર્શનને જ પ્રાપ્ત કરે છે. જે સમ્યગ્દર્શન, તીવ્ર સંક્લેશથી રહિત છે; પ્રશમ, સંવેગ અને નિર્વેદાદિ ગુણોથી યુક્ત હોય છે; સર્વ સુખોનું નિમિત્ત અને મોક્ષના સુખને આપનારું છે.
શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનનું મૂળ સમ્યગ્દર્શન છે. એ શાસનની પ્રભાવના બીજાને સમ્યકત્વની પ્રાપ્તિ કરાવવાથી થાય છે અને તેથી પોતાને અનુત્તર કોટિનું તે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. તેની અનુત્તરતાને જણાવવા માટે અહીં ચાર વસ્તુઓ જણાવી છે. અનંતાનુબંધી(અનંતસંસારનું કારણ બનનાર)ના કષાયોનો જે ઉદય છે, એને અહીં તીવ્રસંક્લેશ તરીકે વર્ણવ્યો છે. એવો તીવ્રસંક્લેશ જ્યાં ક્ષય પામ્યો છે; એવું સમ્યગ્દર્શન અનુત્તર છે. પ્રથમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય સ્વરૂપ લિંગોને અહીં ગુણો તરીકે વર્ણવ્યાં છે. અપરાધીને વિશે પણ ચિત્તથી પ્રતિકૂળ ચિંતન ન કરવા સ્વરૂપ પ્રશમ છે. મોક્ષ પ્રત્યેનો તીવ્ર
એક પરિશીલન
૨૩૯
Page #243
--------------------------------------------------------------------------
________________
અભિલાષ સંવેગ છે. પુણ્યના યોગે સુખમય જણાતા પણ સંસારથી મુક્ત થવાની તીવ્ર ઇચ્છાને નિર્વેદ કહેવાય છે. દીન, દુઃખી અને ધર્મહીન જીવોની પ્રત્યે દ્રવ્યદયા અને ભાવદયા સ્વરૂપ અનુકંપા બે પ્રકારની છે અને શ્રી વીતરાગપરમાત્માનું વચન અસત્ય હોય જ નહિ એવા દઢ વિશ્વાસ સ્વરૂપ આસ્તિક્ય છે. આ પ્રશમાદિ ગુણોથી અન્વિત સમ્યગ્દર્શન અનુત્તર છે. પ્રશમાદિ પાંચ ગુણોની જેમ; શ્રી જિનવચનમાં કુશલતા, પ્રભાવના, આયતનસેવના, સ્થિરતા અને ભક્તિઃ આ પાંચ ગુણોથી યુક્ત સમ્યગ્દર્શન અનુત્તર કોટિનું હોય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવાથી નરક અને તિર્યચ્ચ ગતિનાં દ્વાર તો બંધ થાય છે, તેથી દેવતા અને મનુષ્ય સંબંધી સર્વ સુખોનું નિમિત્ત સમ્યગ્દર્શન બને છે અને પરંપરાએ તે સિદ્ધિના સુખને આપે છે. તેથી સમ્યગ્દર્શનની અનુત્તરતા સિદ્ધિસુખાવહત્વ સ્વરૂપ છે. II૬-૨૯
તે ઉપર જણાવ્યા મુજબ ગુણવત્યારતંત્ર દ્વારા ગુણવર્બહુમાનને પ્રાપ્ત કરનાર આત્માને જે પ્રાપ્ત થાય છે; તેથી તદન વિપરીત રીતે ગુણવદ્ ગુરુજનોની નિંદાદિ દ્વારા ગુણવંતોની પ્રત્યે જેઓ બહુમાન રાખતા નથી, તેમને જે મળે છે તે જણાવાય છે–
यस्तु शासनमालिन्येऽनाभोगेनापि वर्तते ।
बध्नाति स तु मिथ्यात्वं महानर्थनिबन्धनम् ॥६-३०॥ यस्त्विति-यस्तु शासनमालिन्ये लोकविरुद्धगुणवन्निन्दादिना प्रवचनोपघाते । अनाभोगेनाप्यज्ञानेनापि वर्तते । स तु शासनमालिन्योत्पादनावसर एव मिथ्यात्वोदयात् । महानर्थनिबन्धनं दुरन्तसंसारकान्तारपरिभ्रमणकारणं मिथ्यात्वं बध्नाति । यदाह-“यः शासनस्य मालिन्येऽनाभोगेनापि वर्तते । स तन्मिथ्यात्वहेतुत्वादन्येषां प्राणिनां ध्रुवम् ।।१।। बनात्यपि तदेवालं परं संसारकारणम् । विपाकदारुणं ઘોરં સર્વાનર્થનિવશ્વન” રા” I૬-રૂા.
અજ્ઞાનથી પણ જે જીવ શાસનની મલિનતામાં પ્રવર્તે છે; તે મહાન અનર્થના કારણભૂત મિથ્યાત્વનો બંધ કરે છે. આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે લોકમાં વિરુદ્ધ એવી ગુણવદ્ ગુરુજનોની નિંદા વગેરે દ્વારા પ્રવચનનો ઉપઘાત કરવા સ્વરૂપ શાસનની મલિનતામાં અજ્ઞાનથી પણ જે પ્રવૃત્તિ કરે છે; ત્યારે તે મહાન અનર્થને કરનારું મિથ્યા-કર્મ બાંધે છે. કારણ કે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનની મલિનતા કરાવવાના અવસરે જ મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય થવાથી, દુઃખે કરી જેનો અંત આવી શકે એવા સંસારસ્વરૂપ વનમાં પરિભ્રમણના કારણભૂત મિથ્યાત્વમોહનીયકર્મનો બંધ થાય છે. ગુણવાન પુરુષોની નિંદા એ લોકવિરુદ્ધ કૃત્ય છે. એનાથી લોકો એમ વિચારે છે કે “આ તે કેવું શાસન છે? અહીં તો ગુણવાનની પણ નિંદા કરાય છે' - આ રીતે પ્રવચનનો ઉપઘાત થવાથી શાસનની મલિનતા કરાવાય છે અને તેથી મિથ્યાત્વનો બંધ થાય છે.
૨૪૦
સાધુસામગ્રય બત્રીશી
Page #244
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટકપ્રકરણમાં એ અર્થને વર્ણવતાં ફરમાવ્યું છે કે - અજ્ઞાનથી પણ જે સાધુમહાત્મા વગેરે શાસનની મલિનતા સ્વરૂપ પ્રવચનનો ઉપઘાત થાય એવું કાર્ય કરે છે; તે સાધુમહાત્મા વગેરે બીજાને ચોક્કસ જ મિથ્યાત્વમોહનીયકર્મના બંધનું કારણ બને છે; તેથી તે પોતે પણ એ મિથ્યાત્વમોહનીયકર્મનો જ સારી રીતે બંધ કરે છે. જે સર્વ અનર્થને કરનારું, ભયંકર દારુણવિપાકવાળું અને લાંબા કાળ સુધીના સંસારનું કારણ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, છકાય જીવોની પ્રત્યે દયાના પરિણામવાળા પૂ. સાધુભગવંતો વગેરે અજ્ઞાનથી પણ લોકવિરુદ્ધ આચરણથી આહાર-નીતારાદિના વિષયમાં પ્રવચનનો ઉપઘાત કરે તો તે પોતાને અને બીજાને દુર્લભબોધિ બનાવે છે. ગુણવદ્ ગુરુજનોની નિંદાદિ સ્વરૂપ દુષ્ટ આચરણથી તેઓ પ્રવચનની હીલના કરાવે છે. જેથી બીજા જીવોને મિથ્યાત્વના બંધનું તે કારણ બને છે. તેમ જ બીજા જીવોને પ્રવચનમાં મિથ્યાત્વની બુદ્ધિ થાય છે. એટલે કે પ્રવચનના ઉપઘાતક કૃત્યથી બીજા જીવોને પ્રવચન જ મિથ્યા ભાસે છે - આ રીતે બન્ને પ્રકારે પ્રવચનનો ઉપઘાત બીજા જીવોના મિથ્યાત્વનું કારણ બને છે. તેને લઈને પ્રવચનનો ઉપઘાત કરનારને મહાન અનર્થના કારણભૂત એવા મિથ્યાત્વનો જ નિકાચિત બંધ થાય છે. કોઈ શુભકર્મનો બંધ થતો નથી, તેમ જ મિથ્યાત્વનો સામાન્ય બંધ પણ થતો નથી.
શાસનમાલિ નિષેધાષ્ટકના બીજા શ્લોકમાં મિથ્યાત્વનું સ્વરૂપ વર્ણવતાં ફરમાવ્યું છે કે તે સંસારનું પરમકારણ છે. વિપાકને આશ્રયીને દારુણ છે, ભયંકર છે અને સઘળાંય વિપ્નોનું કારણ છે. આવું મિથ્યાત્વ; ઉપર જણાવ્યા મુજબ પ્રવચનની હીલના થાય એવા કૃત્યથી બંધાય છે. પૂ. સાધુભગવંતાદિએ આથી સતત ઉપયોગ રાખવો જોઈએ કે જેથી અજ્ઞાનપણે પ્રવચનની હિલનામાં નિમિત્ત બની ના જવાય. જેટલો ભય અશાતા, અંતરાય અને અપયશાદિ કર્મનો છે, એટલો ભય મિથ્યાત્વનો લાગે તો શાસનની મલિનતા કરવાથી આત્માને દૂર કરી શકાય. કેટલીક વાર અજ્ઞાન અને કદાગ્રહના કારણે શાસનની મલિનતા આપણાથી થઈ જતી હોય છે. ત્યારે પણ આપણને તો એમ જ લાગતું હોય છે કે આપણે વિશિષ્ટ કોટિની આરાધના કરીએ છીએ. એમાં આપણું અજ્ઞાન અને આપણો કદાગ્રહ કામ કરતો હોય છે. આવી સ્થિતિમાં ગુણવદ્ ગુરુજનોનું પાતંત્ર્ય ખૂબ જ ઉપયોગી બને છે. ભાવશુદ્ધિ માટે એના વિના બીજો કોઈ જ ઉપાય નથી... ઇત્યાદિ શાંત અને સ્થિર ચિત્તે વિચારવું. //૬-૩ની મહાન અનર્થના મૂળમાં જે શાસનનું માલિન્ય છે તેનું કારણ જણાવાય છે–
स्वेच्छाचारे च बालानां मालिन्यं मार्गबाधया । गुणानां तेन सामण्यं गुणवत्पारतन्त्र्यतः ॥६-३१॥
એક પરિશીલન
૨૪૧
Page #245
--------------------------------------------------------------------------
________________
स्वेच्छेतिबालानामज्ञानिनां स्वेच्छाचारे च सति । मार्गस्य बाधया “अप्रधानपुरुषोऽयं जैनानां मार्ग" इत्येवं जनप्रवादरूपया मालिन्यं भवति मार्गस्य । तेन हेतुना गुणवत्पारतन्त्र्यत एव गुणानां ज्ञानादीनां સામર્ષ પૂર્વે મતિ -રૂકા.
“બાલજીવોનો સ્વેચ્છાચાર પ્રવર્તે ત્યારે માર્ગનો બાધ થવાથી શાસનનું માલિન્ય થાય છે. તેથી ગુણવત્પાતંત્ર્યના કારણે ગુણોની પૂર્ણતા થાય છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે બાલ જીવો અજ્ઞાની હોય છે. અજ્ઞાનના કારણે પોતાના હિતાહિતના પરમાર્થથી તેઓ અનભિન્ન હોય છે. પોતાને જે ઉચિત લાગે અને પોતાને જે ગમે તે પ્રમાણે તેઓ કરતા હોય છે. આવા બાલજીવોનો સ્વેચ્છાચાર જ્યારે પ્રવર્તતો હોય છે ત્યારે તે જોનારાને એમ થાય કે “જૈનોનો માર્ગ(મોક્ષમાર્ગ) પ્રધાન પુરુષ (પ્રવર્તક-નાયક) વિનાનો છે.” - આવા પ્રકારના લોકપ્રવાદના કારણે મોક્ષમાર્ગની(શાસનની) મલિનતા થાય છે, જે સ્વપરને મિથ્યાત્વનું કારણ બને છે.
આ રીતે જનપ્રવાદસ્વરૂપ માર્ગબાધાના કારણે શાસનની મલિનતા થતી હોવાથી ગુણવત્યારતંત્ર્યથી જ ગુણની સમગ્રતા થાય છે. શ્રી વીતરાગપરમાત્માનાં પરમતારક વચનોને અનુસરી રત્નત્રયીની આરાધનાનો જેઓએ પ્રારંભ કર્યો છે; એ આત્માઓની ઇચ્છા; જ્ઞાનાદિગુણોને પૂર્ણ કરવાની હોય એ સમજી શકાય છે. એ ઇચ્છાને છોડીને બીજી કોઈ પણ ઇચ્છા સાધુપણામાં સારી નથી. અનાદિ કાળથી અપૂર્ણ તો છીએ. પરંતુ પૂર્ણ બનવા માટેની આરાધનાનો આરંભ કર્યા પછી પૂર્ણ બનવામાં જે જે અવરોધો છે - એને ખૂબ જ પ્રયત્નપૂર્વક સમજી લેવા જોઈએ. આમ જોઈએ તો સાધુની સમગ્રતા અનેક પ્રકારની હોવાથી તેના સાધક અને અવરોધક અનેક છે. પરંતુ એ બધાને એકમાં સમાવીને આ શ્લોકમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્વેચ્છાચાર સાધુની સમગ્રતાનો અવરોધક છે અને ગુણવત્પાતંત્ર્ય સાધુની સમગ્રતાનું સાધક છે. એ બે તરફ દૃષ્ટિ સ્થિર થઈ જાય તો મુનિજીવનમાં ક્યારેય લક્ષ્યવિમુખ થવાનો પ્રસંગ નહિ આવે. બધી જ અવદશાનું મૂળ સ્વેચ્છાચાર(સ્વચ્છંદતા) છે અને બધી જ ઉચ્ચદશાનું મૂળ ગુણવત્પાતંત્ર્ય છે - એમાં કોઈ સંદેહ નથી. સંદેહ એટલો જ છે કે ખરેખર જ સાધુસમગ્રતા આપણને જોઈએ છે? આ પ્રશ્નનો જવાબ આપી શકાય એવો નથી. એનો જવાબ અનુકૂળ આવે નહિ ત્યાં સુધી સ્વેચ્છાચાર બંધ નહિ થાય અને ગુણવત્યારતંત્ર્ય કેળવાશે નહિ, જે ભાવશુદ્ધિ માટે પરમ આવશ્યક છે. ન્યાય કોટિની જ ભાવશુદ્ધિ વૈરાગ્યને પણ સફળ બનાવે છે... ઇત્યાદિ ભણાવનાર પાસેથી સ્પષ્ટ રીતે સમજી લેવું જોઇએ. ૬-૩૧il પ્રકરણાર્થનું સમાપન કરતાં સાધુસમયના ફળને જણાવાય છે
इत्थं विज्ञाय मतिमान् यतिर्गीतार्थसङ्गकृत् । त्रिधा शुद्ध्याचरन् धर्म परमानन्दमश्नुते ॥६-३२॥
૨૪૨
સાધુસામગ્રય બત્રીશી
Page #246
--------------------------------------------------------------------------
________________
નૃત્યમિતિ-સ્પષ્ટઃ ।।૬-૩૨॥
“ગુણોની સમગ્રતા ગુણવદ્ ગુરુજનોના પારતંત્ર્યથી જ થાય છે – એમ જાણીને બુદ્ધિમાન અને ગીતાર્થ ગુરુભગવંતનો સંગ કરનાર એવા પૂ. સાધુભગવંત જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્ય - આ ત્રણ પ્રકારે શુદ્ધિથી ધર્મને આચરતાં પરમાનંદને પ્રાપ્ત કરે છે.” - આ પ્રમાણે છેલ્લા બત્રીશમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
એનો આશય સ્પષ્ટ છે કે ગુણની સમગ્રતા,ગુણવત્પારતંત્ર્યથી જ પ્રાપ્ત થાય છે – એ જાણીને બુદ્ધિમાન પૂ. સાધુમહાત્મા પોતાની બુદ્ધિનો ઉપયોગ ગુણવત્પારતંત્ર્ય પ્રાપ્ત કરવામાં કરે છે. પોતાની બુદ્ધિથી રત્નત્રયીની સાધના નહિ કરતાં શ્રી ગીતાર્થ ગુરુભગવંતની પરમતારક આજ્ઞાની આધીનતાથી જ તેઓ રત્નત્રયીની સાધના કરે છે. બુદ્ધિમાનની બુદ્ધિમત્તા ખરી રીતે એમાં જ સમાય છે. પોતે બુદ્ધિમાન હોવા છતાં ગુણવદ્-જ્ઞાનીઓને આધીન બની રહેવાથી પોતાની બુદ્ધિમત્તા જણાય છે. તેથી જ પૂ. ગીતાર્થ ગુરુભગવંતનો તેઓ તે રીતે સંગ કરે છે.
એ સત્સંગના અપ્રતિમ સામર્થ્યથી જ્ઞાન(તત્ત્વસંવેદનાત્મક), ભિક્ષા(સર્વસંપત્ઝરી) અને વૈરાગ્ય(જ્ઞાનાન્વિત) : આ ત્રણ પ્રકારની શુદ્ધિ વડે અર્થાત્ વિશુદ્ધ જ્ઞાનાદિ ત્રણ વડે સંયમધર્મને આચરતા પૂ. સાધુભગવંતો પરમાનંદસ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. મોક્ષપ્રાપ્તિનું એ એકમાત્ર સાધન છે. સાધુસામગ્ય વિના મોક્ષની પ્રાપ્તિ શક્ય નથી. અંતે આ બત્રીશીમાં વર્ણવેલા સાધુસામગ્યને પ્રાપ્ત કરી આપણા આત્માને પરમાનંદનું પાત્ર બનાવવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. ૬-૩૨॥
એક પરિશીલન
।। કૃતિ સાધુસામય-દ્વાત્રિંશિષ્ઠા || अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
૨૪૩
Page #247
--------------------------------------------------------------------------
________________
अथ धर्मव्यवस्थाद्वात्रिंशिका प्रारभ्यते ।।
साधुसामग्र्यं धर्मव्यवस्थया निर्वाहात इतीयमत्राभिधीयते
છઠ્ઠી બત્રીશીમાં સાધુસમયનું વર્ણન કર્યું. તેનો નિર્વાહ ધર્મવ્યવસ્થાથી થાય છે. તેથી હવે ધર્મવ્યવસ્થાનું નિરૂપણ કરાય છે–
भक्ष्याभक्ष्यविवेकाच्च गम्यागम्यविवेकतः । तपोदयाविशेषाच्च स धर्मो व्यवतिष्ठते ॥७-१॥
મતિ–વ્યm: II-9ો.
“ભક્ષ્ય અને અભક્ષ્યના વિવેકથી; ગમ્ય અને અગમ્યના વિવેકથી; તપવિશેષથી અને દયાવિશેષથી છઠ્ઠી બત્રીશીમાં છેલ્લા શ્લોક દ્વારા જણાવેલો ધર્મ વ્યવસ્થિત થાય છે. - આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે છઠ્ઠી સાધુસામગ્ય નામની બત્રીશીના છેલ્લા શ્લોકમાં પરમાનંદની પ્રાપ્તિ; જે ધર્મની આરાધનાથી વર્ણવી છે, તે ધર્મ ભક્ષ્યાભર્યા અને ગમ્યાગમ્યના વિવેકથી તેમ જ તપ અને દયા વિશેષથી વ્યવસ્થિત-સંગત બને છે. જ્યાં ભક્ષ્યાભર્યો અને ગમ્યાગમનો વિવેક નથી તેમ જ તપવિશેષ કે દયાવિશેષ નથી, તે ધર્મ વાસ્તવિક નથી.
આમ તો દરેક ધર્મમાં ભણ્યાભઢ્યાદિનો વિવેક તેમ જ તપ, દયા વગેરેનું વર્ણન કર્યું તો હોય છે પરંતુ તે વાસ્તવિક અને પૂર્ણ હોતું નથી. અવાસ્તવિક અધકચરું નિરૂપણ ધર્મની વ્યવસ્થા માટે તદન જ અર્થહીન બને છે. તેથી એ રીતે ધર્મનું નિરૂપણ કર્યા વિના અહીં વાસ્તવિક અને પૂર્ણ રીતે તેનું (ધર્મનું) નિરૂપણ કરવાનું ધાર્યું છે. અન્યદર્શનકારોએ ધર્મની વ્યવસ્થા માટે જે રીતે વ્યવસ્થા વિચારી છે; તેની અનુપપત્તિ જણાવવાપૂર્વક વાસ્તવિક વ્યવસ્થા કેવી હોય છે તે જણાવવાનું અહીં તાત્પર્ય છે. અજ્ઞાન અને કદાગ્રહ આત્માને વાસ્તવિકતાથી ખૂબ જ દૂર-સુદૂર રાખે છે. અન્યદર્શનકારો તો એ રીતે વાસ્તવિકતાથી ખૂબ જ દૂર રહ્યા છે. પરંતુ એમની વાતમાં આવી જઇને આપણે વાસ્તવિકતાથી દૂર ન થઈએ એ માટે અહીં ગ્રંથકાર પરમર્ષિએ આપણી ઉપર અનુગ્રહ કરવા દ્વારા પ્રયત્ન કર્યો છે.
ધર્મનું અગાધ સ્વરૂપ જોતાં અહીં ખૂબ જ અલ્પાંશે વાસ્તવિક વ્યવસ્થાનું નિરૂપણ કરાયું છે – એમ માન્યા વિના ચાલે એવું નથી. પરંતુ એ દિશાસૂચન મુજબ, અહીં જેનું નિરૂપણ કરાયું નથી એવા વિષયોનું પણ દર્શન કરી લેવાનું આવશ્યક છે. અહીં ભક્ષ્યાભઢ્યનો અને ગમ્યાગમ્યનો વિવેક તેમ જ તાપવિશેષ અને દયાવિશેષ: એ ચારનું નિરૂપણ મુખ્યપણે કરાયું છે. ગ્લો.નં. ૨ થી ૧૭, ૧૮ થી ૨૪; ૨૫-૨૬ અને ૨૭ થી ૩૧: આ ચાર વિભાગમાં એ
૨૪૪
ધર્મવ્યવસ્થા બત્રીશી
Page #248
--------------------------------------------------------------------------
________________
ચારનું નિરૂપણ કર્યું છે. ભક્ષ્યાભઢ્યના વિવેકમાં પેયાપેયનો વિવેક પણ પ્રસંગથી સત્તરમા
શ્લોકમાં દર્શાવ્યો છે. સામાન્યથી નિરૂપણીય વિષયનો નિર્દેશ આ પ્રથમ શ્લોકથી કર્યો છે. શાસ્ત્રીય પરિભાષામાં આ શ્લોક હાર-પરામર્શ છે. આ શ્લોકમાં વર્ણવેલા ચાર દ્વારથી અહીં ધર્મવ્યવસ્થાનું નિરૂપણ છે. ll૭-૧ ઉપર જણાવેલા ચારમાં પ્રથમ ભક્યાભઢ્યના વિવેકને જણાવાય છે–
भक्ष्यं मांसमपि प्राह कश्चित् प्राण्यङ्गभावतः ।
કોરનાવિવવિત્યેવમનુમાનપુરમ્ II૭-૨ll भक्ष्यमिति-मांसादिकमभक्ष्यम्, ओदनादिकं च भक्ष्यमिति सकलशिष्टजनप्रसिद्धा व्यवस्था । तत्र कश्चित्सौगतो “मांसमपि भक्ष्यं, प्राण्यङ्गभावतः प्राण्यङ्गत्वाद्, न चायमसिद्धो हेतुः, मांसस्य प्राण्यङ्गतायाः प्रत्यक्षसिद्धत्वाद्, ओदनादिवत् । न चात्र दृष्टान्ते हेतुवैकल्यम्, ओदनस्यैकेन्द्रियप्राण्यङ्गत्वेन प्रतीतत्वाद' इत्येवमनुमानपुरःसरं प्राह ।।७-२।।
કોક (બૌદ્ધ) કહે છે કે પ્રાણીનું અંગ હોવાથી માંસ પણ ભક્ષ્ય છે. ભાત વગેરેની જેમ. આવા અનુમાનને આગળ કરીને માંસને પણ બૌદ્ધ ભક્ષ્ય તરીકે જણાવે છે.” - આ પ્રમાણે બીજા
શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સામાન્ય રીતે માંસ વગેરે અભક્ષ્ય છે અને ઓદન (ભાત) વગેરે ભક્ષ્ય છે. આવી વ્યવસ્થા સકલ શિષ્ટજન-પ્રસિદ્ધ છે.
આવી વ્યવસ્થામાં કો'ક-બૌદ્ધ કહે છે કે માંસમજ મહ્યં પ્રથકા - આ અનુમાનથી માંસમાં ભક્ષ્યત્વ સિદ્ધ થાય છે. આ અનુમાનનો પ્રાટ્યગત્વ હેતુ અસિદ્ધ નથી. કારણ કે માંસમાં પ્રાäગત્વ પ્રત્યક્ષસિદ્ધ છે. ઓદનાદિ જેમ ભક્ષ્ય છે તેમ માંસ પણ પ્રાણીનું અંગ હોવાથી ભક્ષ્ય છે. “ઓદનાદિ પ્રાણીના અંગ ન હોવાથી તે દાંતમાં હેતુ નથી આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ઓદનાદિ એકેન્દ્રિયપ્રાણી(વનસ્પતિકાય)ના અંગ તરીકે પ્રતીત છે. આથી સમજી શકાશે કે “માંસમીપ મā પ્રથા શોરનાવિવ” (માંસ પણ ભર્યા છે, પ્રાણીનું અંગ હોવાથી. જે જે પ્રાણીનું અંગ છે તે તે ભક્ષ્ય છે, ભાત વગેરેની જેમ) - આ અનુમાનને આગળ કરીને તે બૌદ્ધ માંસને ભક્ષ્ય કહે છે. II૭-રા એ અનુમાનમાં દોષ જણાવીને તેનું નિરાકરણ કરાય છે
स्वतन्त्रसाधनत्वेऽदोऽयुक्तं दृष्टान्तदोषतः ।
प्रसङ्गसाधनत्वेऽपि बाधकत्वाद् व्यवस्थितेः ॥७-३॥ स्वतन्त्रेति-अदः सौगतोक्तमेतदनुमानं । स्वतन्त्रसाधनत्वे दृष्टान्तदोषतो दृष्टान्तस्य साधनवैकल्यादयुक्तं, वनस्पत्यायेकेन्द्रियाणां बौद्धस्य प्राणित्वेनासिद्धत्वात् । प्रसङ्गसाधनत्वेऽपि विकल्पसिद्ध
એક પરિશીલન
૨૪૫
Page #249
--------------------------------------------------------------------------
________________
दृष्टान्ताधुपादानेन परमतदूषणमात्रपर्यवसितहेतुत्वेऽपि अदोऽयुक्तं, व्यवस्थितेर्लोकागमसिद्धभक्ष्याभक्ष्यव्यवस्थाया बाधकत्वात् प्राण्यङ्गत्वमात्रस्य भक्ष्यत्वाप्रयोजकत्वात् । न हि शक्यभक्षणकत्वमेव भक्ष्यत्वं, किं त्वधर्माजनकभक्षणकत्वं, तत्र च व्यवस्था प्रयोजिकेति । तदाह-“भक्ष्याभक्ष्यव्यवस्थेह शास्त्रलोकનિવત્થના | સર્વેવ માવતો યત્તતામૃતમ્ Iકા” II૭-રૂા.
દષ્ટાંતમાં દોષ હોવાથી, સ્વતંત્ર-સાધનતામાં આ અનુમાન અયુક્ત છે. પ્રસંગસાધનતાની વિવક્ષામાં પણ વ્યવસ્થાનું બાધકત્વ હોવાથી અર્થાત્ વ્યવસ્થા; (શિષ્ટજનપ્રસિદ્ધ વ્યવસ્થા) બાધક હોવાથી આ અનુમાન દુષ્ટ છે.” કહેવાનો આશય એ છે કે અનુમાન બે રીતે થતું હોય છે. એક તો; પોતાની જે માન્યતા છે (અર્થાતુ પોતાને જે ઇષ્ટ છે) તેને સિદ્ધ કરવા માટે અનુમાન કરાય છે અને બીજું પરપક્ષમાં દૂષણ આપવા માટે પોતાની માન્યતા ન હોય તોપણ અનુમાન કરાય છે.
માંસ ભક્ષ્ય પૃથક્વાન્ ગોરનાવિવત્ (માંસ પણ ભક્ષ્ય છે, પ્રાણીનું અંગ હોવાથી. ઓદનાદિની જેમ) આ અનુમાન સ્વતંત્રની સાધના માટે હોય તો આ બૌદ્ધોનું અનુમાન દુષ્ટ છે. કારણ કે દષ્ટાંતમાં સાધનની વિકલતા છે. આશય એ છે કે ઉપરના અનુમાનમાં પ્રાણ્યગત્વ સાધન-હેતુ છે. તે હેતુ દષ્ટાંતમાં પણ રહેવો જોઈએ. અન્યથા દષ્ટાંતમાં સાધનની વિકલતા સ્વરૂપ દોષ પ્રાપ્ત થાય છે. બૌદ્ધોની એ માન્યતા નથી કે વનસ્પતિ વગેરે એકેન્દ્રિય પ્રાણી છે. એવી માન્યતા ન હોવાથી તેમના મતે ઓદનાદિમાં પ્રાäગત્વ નથી. હેતુના અભાવે દષ્ટાંત તરીકે ઓદનાદિનો ઉપન્યાસ નહીં કરી શકાય. તેથી ઉપર જણાવેલું અનુમાન અયુક્ત છે.
જે લોકો માંસને અભક્ષ્ય માને છે. એમના મતમાં માત્ર દૂષણ ઉદ્ભાવન કરવાના તાત્પર્યથી પ્રસંગ(અતિપ્રસંગ-અનિષ્ટાપદનાદિ સાધન માટે જો ઉપર જણાવેલું અનુમાન માની લઈએ તો વિકલ્પસિદ્ધ દાંતનું ઉપાદાન કરીને એ અનુમાન કરી શકાય. પરંતુ એ પણ અયુક્ત છે. કારણ કે આ અનુમાનથી સિદ્ધ થયેલા ભક્ષ્યત્વનો; લોક અને આગમથી સિદ્ધ ભક્ષ્યાભઢ્યની જે વ્યવસ્થા છે કે ઓદનાદિ ભક્ષ્ય છે; અને માંસ અભક્ષ્ય છે; તે વ્યવસ્થા બાધ કરે છે. આશય એ છે કે બીજાની માન્યતામાં માત્ર દૂષણનું જ ઉદ્ભાવન કરવાનું તાત્પર્ય હોય ત્યારે બીજાની માન્યતા મુજબના દષ્ટાંતથી અનુમાન કરી શકાય છે. દષ્ટાંત મુજબ પોતાની પણ એવી માન્યતા હોવી જોઇએ : એ આવશ્યક નથી. ઓદનાદિમાં બૌદ્ધો પ્રાટ્યગત્વ માનતા નથી. પરંતુ બીજા લોકો માને છે. તેથી બૌદ્ધોની દષ્ટિએ ઓદનાદિમાં વાસ્તવિક પ્રાäગત્વ નથી. પરંતુ કાલ્પનિક છે. એ જ આશયથી અહીં ઓદનાદિદષ્ટાંતને વિકલ્પસિદ્ધરૂપે વર્ણવ્યું છે. બીજાને એ દષ્ટાંત વાસ્તવિક હોવાથી ઓદનની જેમ પ્રાટ્યગત્વને લઈને માંસમાં પણ ભક્ષ્યત્વ માનવાનો તેઓ અતિપ્રસંગ આપી શકે છે. એ અતિપ્રસંગનું વારણ; અનુમાનમાં બાધદોષના ઉભાવનથી ઉપર કર્યું છે અર્થાત્ અતિપ્રસંગને સિદ્ધ કરવા માટે કરેલા અનુમાનમાં બાધ આવે છે.
૨૪૬
ધર્મવ્યવસ્થા બત્રીશી
Page #250
--------------------------------------------------------------------------
________________
બાધનું સ્પષ્ટીકરણ કરવા માટે ગ્રંથકાર પરમર્ષિ ફરમાવે છે કે જ્યાં ભક્ષ્યત્વ મનાય છે ત્યાં પ્રાણંગત્વ હોવા છતાં તેના કારણે ભક્ષ્યત્વ માનવામાં આવતું નથી. અન્યથા અસ્થિ વગેરેમાં પ્રાણંગત્વ હોવાથી ત્યાં પણ ભક્ષ્યત્વ માનવાનો પ્રસંગ આવશે. યદ્યપિ આ અતિપ્રસંગનું વારણ શક્યભક્ષણકત્વ સ્વરૂપ જ ભક્ષ્યત્વ માનવાથી થઇ શકે છે. કારણ કે અસ્થિ વગેરેમાં પ્રાથંગત્વ હોવા છતાં ત્યાં શક્યભક્ષણકત્વ (જેનું ભક્ષણ શક્ય છે તેમાં શક્યભક્ષણકત્વ મનાય છે.) ન હોવાથી ભક્ષ્યત્વ મનાતું નથી. પરંતુ આ વાત બરાબર નથી. કારણ કે ભક્ષ્યત્વ અધર્માજનકભક્ષણકત્વ સ્વરૂપ છે. જેના ભક્ષણથી અધર્મની ઉત્પત્તિ થતી નથી; તેને અધર્માજનકભક્ષણક કહેવાય છે. અને તેમાં અધર્માજનકભક્ષણકત્વ રહે છે. આવા અધર્મજનકભક્ષણકત્વને ક્યાં માનવું અને ક્યાં ન માનવું, તેની વ્યવસ્થા શાસ્ર અને લોક(શિષ્ટજન)થી થતી હોય છે. મત્સ્ય શબ્દ મમ્ ધાતુને વિધ્યર્થમાં ય પ્રત્યયના વિધાનથી નિષ્પન્ન છે. બલવર્ એવા અનિષ્ટનો જે અનનુબંધી (અકારણ) છે તે વિધ્યર્થ છે. તેથી જેનું ભક્ષણ બલવાન એવા અનિષ્ટનું અનુબંધી(કારણ) હોય તે ભક્ષ્ય ન હોય - એ સમજી શકાય છે. શાસ્ત્ર અને શિષ્ટજનપ્રસિદ્ધ વ્યવસ્થાથી માંસમાં ભક્ષ્યત્વનો આ રીતે બાધ થાય છે. તેથી ઉક્ત અનુમાન બાધદોષથી દુષ્ટ છે. ભક્ષ્યાભક્ષ્યત્વની પ્રયોજિકા વ્યવસ્થા છે : એ વાતને જણાવતાં શ્રી અષ્ટકપ્રકરણમાં ફ૨માવ્યું છે કે - “આ લોકમાં ભક્ષ્યાભક્ષ્ય વગેરે બધી જ વ્યવસ્થા પરમાર્થથી શાસ્ત્ર અને શિષ્ટલોકના કારણે થતી હોય છે. તેથી ઉપર જણાવેલું માંસમાં ભક્ષ્યત્વને સિદ્ધ કરનારું અનુમાન અયુક્ત છે.” કારણ કે શાસ્ત્ર અને શિષ્ટજનોની વ્યવસ્થાથી માંસમાં ભક્ષ્યત્વ બાધિત છે... ઇત્યાદિ સારી રીતે વિચારવું. II૭-૩॥
इत्थं चैतदभ्युपेयं, यतः—
ભક્ષ્યાભક્ષ્યત્વની વ્યવસ્થા શાસ્ત્ર અને લોકના કારણે થતી હોય છે : આ વાત નીચે જણાવેલા આ કા૨ણે પણ માનવી જોઇએ. (એનું જે કારણ છે તે જણાવાય છે.)—
व्यवस्थितं हि गोः पेयं क्षीरादि रुधिरादि न ।
न्यायोऽत्राप्येष नो चेत् स्याद् भिक्षुमांसादिकं तथा ॥७-४॥
व्यवस्थितमिति-व्यवस्थितं हि गोः क्षीरादि पेयं, रुधिरादि न हि, गवाङ्गत्वाविशेषादुभयोरविशेषः । एष न्यायोऽत्राप्यधिकृतेऽप्यवतरति, प्राण्यङ्गत्वेऽप्योदनादेर्भक्ष्यत्वस्य मांसादेश्चाभक्ष्यत्वस्य व्यवस्थित्वात् । तदुक्तं—“तत्र प्राण्यङ्गमप्येकं भक्ष्यमन्यत्तु नो तथा । सिद्धं गवादिसत्क्षीररुधिरादौ तथेक्षणात् ॥ १ ॥ " नो चेद् यदि च नैवमभ्युपगम्यते तदा तव भिक्षुमांसादिकं तथा भक्ष्यं स्यात्, प्राण्यङ्गत्वाविशेषात् । तदाह - “भिक्षुमांसनिषेधोऽपि न चैवं युज्यते क्वचिद् । अस्थ्याद्यपि च भक्ष्यं स्यात्प्राण्यङ्गत्वाविशेषतः ।।१।।” किं चैवं स्त्रीत्वसाम्याज्जायाजनन्योरप्यविशेषेण गम्यत्वप्रसङ्ग इति नायमुन्मत्तप्रलापो विदुषां એક પરિશીલન
૨૪૭
Page #251
--------------------------------------------------------------------------
________________
सदसि शोभते । यदाह - " एतावन्मात्रसाम्येन प्रवृत्तिर्यदि चेष्यते । जायायां स्वजनन्यां च स्त्रीत्वात्तुल्यैव सास्तु ते ।।१।।” मण्डलतन्त्रवादिनोऽत्रापीष्टापत्तिरेवेति चेत्तन्मतं बहुधाऽन्यत्र निराकृतं लेशतश्चाग्रे નિરારિષ્યામ: ||૭-૪||
“ગાયનું દૂધ વગેરે પેય છે પરંતુ લોહી વગેરે પેય નથી - આવી વ્યવસ્થા પ્રસિદ્ધ છે. આવી જ વ્યવસ્થા અહીં પણ વિચારવી જોઇએ. અન્યથા એવી વ્યવસ્થા માનવામાં ન આવે તો ભિક્ષુમાંસાદિને પણ ભક્ષ્ય માનવાનો પ્રસંગ આવશે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ભક્ષ્યાભક્ષ્યની વ્યવસ્થા શાસ્ત્ર અને લોકના અનુસારે જ માનવી જોઇએ. લોકમાં અને શાસ્ત્રમાં એ વ્યવસ્થિત છે કે ગાયનું દૂધ પેય છે અને લોહી વગેરે અપેય છે. ગાયનું અંગ હોવાથી તે રૂપે બંનેમાં કોઇ વિશેષતા નથી છતાં એકને (ગોક્ષીરાદિને) પેય અને બીજાને (રુધિરાદિને) અપેય મનાય છે. આ જ ન્યાય (રીત) અહીં પણ લાગે છે. પ્રાણંગત્વ હોવા છતાં ઓદન વગેરે ભક્ષ્ય છે અને માંસ વગેરે અભક્ષ્ય છે. શ્રી અષ્ટકપ્રકરણમાં એ પ્રમાણે જણાવ્યું છે કે— “પ્રાણીનું અંગ પણ એક(ઓર્દનાદિ) ભક્ષ્ય છે અને બીજું (માંસાદિ) તેવું-ભક્ષ્ય નથી. કારણ કે ગાય વગેરેનું યોગ્ય દૂધ અને રુધિર વગેરેમાં તે મુજબ પેયાપેયત્વ પ્રસિદ્ધ છે.”
શાસ્ત્ર અને લોકપ્રસિદ્ધ એવી પણ વ્યવસ્થા માનવી ન હોય અને અનુમાનથી જ, તે ભક્ષ્યાભક્ષ્યત્વ માનવું હોય તો તમને(બૌદ્ધને) ભિક્ષુમાંસમાં પણ ભક્ષ્યત્વ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે તેમાં પણ પ્રાણંગત્વ સમાન જ છે. શ્રી અષ્ટકપ્રકરણમાં એ વિષયમાં જણાવ્યું છે કે - પ્રાણંગત્વના કારણે જ જો ભક્ષ્યત્વ માનવામાં આવે તો ભિક્ષુના માંસભક્ષણનો નિષેધ કોઇ પણ રીતે ક્યારે ય સંગત નહિ બને તેમ જ અસ્થિ (હાડકાં) શિંગડા... વગેરેને પણ ભક્ષ્ય માનવાનો પ્રસંગ આવશે. કારણ કે તેના પ્રાણંગત્વમાં કોઇ જ વિશેષતા નથી. બીજું આ રીતે પ્રાણંગત્વાદિ સ્વરૂપે સામ્ય હોવા માત્રથી જ માંસાદિમાં ભક્ષ્યત્વ માની લેવામાં આવે તો સ્ત્રીત્વના સામ્યથી પત્નીની જેમ માતામાં પણ ગમ્યત્વ(ભોગ્યત્વ) માનવાનો પ્રસંગ આવશે. તેથી ‘માંસ ભક્ષ્ય છે. કારણ કે તેમાં પ્રાણંગત્વ છે.'... ઇત્યાદિ પ્રલાપ ઉન્મત્ત માણસને શોભે. વિદ્વાનોની સભામાં એ શોભતો નથી. આ વાતને સ્પષ્ટ કરતાં અષ્ટકપ્રકરણમાં ફ૨માવ્યું છે કે— “પ્રાણંગત્વમાત્રના સામ્યથી જ માંસાદિમાં પ્રવૃત્તિ ઇષ્ટ હોય તો સ્ત્રીત્વના સામ્યથી પત્નીમાં અને પોતાની માતામાં પણ તે પ્રવૃત્તિ સરખી જ માનવી પડશે.”
મંડલતંત્રવાદીઓને એ ઇષ્ટ જ છે, અનિષ્ટ નથી - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે મંડલતંત્રવાદીઓના મતનું નિરાકરણ અન્યત્ર અનેક રીતે કર્યું છે અને સંક્ષેપથી આગળ કરાશે. તેથી તેમના મતે જે ઇષ્ટ છે, તે શાસ્ત્ર અને લોકથી સિદ્ધ વ્યવસ્થાથી બાધિત થતું હોવાથી માનવાની જરૂર નથી... ઇત્યાદિ સ્પષ્ટ રીતે સમજી લેવું જોઇએ. ॥૭-૪॥
૨૪૮
ધર્મવ્યવસ્થા બત્રીશી
Page #252
--------------------------------------------------------------------------
________________
अपि च प्रसङ्गसाधनं पराभ्युपगमानुसारेण भवति, न चास्माकं प्राण्यङ्गत्वेन मांसमभक्ष्यमित्यभ्युपगमः किं तु जीवोत्पत्त्याश्रयत्वादिति दर्शयन्नाह
ખરી વાત તો એ છે કે ઉપર જણાવ્યા મુજબ પ્રસંગસાધનના તાત્પર્યથી પ્રવર્તાવેલું અનુમાન બીજાની માન્યતાનુસાર હોવું જોઇએ. ઓદનાદિને ભક્ષ્ય માનનારા પ્રાણંગસ્વરૂપે તેને ભક્ષ્ય માનતા નથી તેમ જ માંસ પ્રાણંગ છે માટે તે અભક્ષ્ય છે એવી પણ અમારી માન્યતા નથી. અમે જો પ્રાણંગસ્વરૂપે માંસને અભક્ષ્ય માનતા હોઇએ તો ચોક્કસ જ એ સ્વરૂપે ઓદનાદિમાં પણ અભક્ષ્યત્વ માનવાનો અને ઓદનાદિની જેમ માંસ વગેરેમાં પણ ભક્ષ્યત્વ માનવાનો અમને પ્રસંગ આવે. પરંતુ જીવોત્પત્તિના આશ્રય સ્વરૂપે માંસને અમે અભક્ષ્ય માનીએ છીએ તેથી ઓદનાદિ તેમ ન હોવાથી તેમાં અભક્ષ્યત્વ માનવાનો પ્રસંગ આવતો નથી – એમ જણાવવા માટે પાંચમો શ્લોક છે—
प्राण्यङ्गत्वादभक्ष्यत्वं न हि मांसे मतं च नः । जीवसंसक्तिहेतुत्वात् किन्तु तद्गर्हितं बुधैः ॥ ७-५ ॥
प्राण्यङ्गत्वादिति—न हि नोऽस्माकं प्राण्यङ्गत्वान्मांसेऽभक्ष्यत्वं च मतं । किं तु जीवसंसक्तिहेतुत्वात् तन्मांसं बुधैर्बहुश्रुतैर्गर्हितं निषिद्धम् ।।७-५।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે. ઉપર જણાવ્યા મુજબ આશય સ્પષ્ટ છે કે ‘માંસમાં પ્રાણંગત્વ હોવાથી તે અભક્ષ્ય છે – એવી અમારી માન્યતા નથી. પરંતુ જીવોત્પત્તિનું કારણ–આશ્રય હોવાથી પંડિત પુરુષોએ – બહુશ્રુત મહાત્માઓએ તેનો નિષેધ કર્યો છે અર્થાત્ તેને અભક્ષ્ય તરીકે જણાવ્યું છે.’ ૭-૫।।
તથાહિ—
માંસમાં જીવોત્પત્તિ કઇ રીતે થાય છે : તે જણાવાય છે—
पच्यमानामपक्वासु मांसपेशीषु सर्वथा ।
तन्त्रे निगोदजीवानामुत्पत्तिर्भणिता जिनैः ॥ ७-६ ॥
पच्यमानेति - एतदर्थसंवादिनी चेयं गाथा - " आमासु य पक्कासु य विपच्चमाणासु मंसपेसीसु । आयंतियमुववाओ भणिओ अ निगोअजीवाणं ॥। १ ।। ।। ७-६ ।।
“પકવવામાં આવતી કાચી કે પાકી માંસપેશીઓમાં સર્વથા નિગોદના જીવોની ઉત્પત્તિ થાય છે - એ પ્રમાણે શ્રી જિનેશ્વરદેવોએ આગમમાં વર્ણવ્યું છે.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે – એ અર્થને જણાવનારી ‘આમાસુ ય પઠ્ઠાસુ ય વિધ્યમાળાનુ મંસપેસીસુ | ગાયંતિયમુવવાબો મળિયો નિોલનીવાળ' આ ગાથા છે. પકાવાતી કાચી કે પાકી માંસપેશીઓમાં નિગોદજીવોની આત્યંતિક ઉત્પત્તિ જણાવી છે. - આ પ્રમાણે ગાથાનો અર્થ સ્પષ્ટ છે. II૭-૬ા
એક પરિશીલન
૨૪૯
Page #253
--------------------------------------------------------------------------
________________
ननु भवतामेव क्वचिदागमे मांसभक्ष्यतापि श्रूयते इति पूर्वापरविरोध इत्याशङ्क्याह
તમારા આગમમાં (શ્રી જિનાગમમાં) કોઈ સ્થાને માંસની ભઠ્યતા જણાવી છે. તેથી પૂર્વાપરનો વિરોધ આવે છે - આ શંકાના સમાધાન માટે જણાવાય છે–
सूत्राणि कानिचिच्छेदोपभोगादिपराणि तु ।
अमद्यमांसाशितया न हन्यन्ते प्रसिद्धया ॥७-७॥ सूत्राणीति-कानिचित्तु सूत्राणि । छेदश्छेदसूत्रोक्तप्रायश्चित्तौपयिकार्थविशेषः, उपभोगश्च बहिःपरिभोगः, आदिनाऽत्यन्तापवादादिग्रहः तत्पराणि । प्रसिद्ध्याऽमद्यमांसाशितया साधोर्न विरुध्यन्ते । उत्सर्गतो मांसभक्षणस्य दुष्टत्वादेवेति भावः । तथाहि-“अवि य इत्थ लभिस्सामि पिंडं वा लोयं वा खीरं वा दहिं वा णवणीयं वा घयं वा गुलं वा तिल्लं वा महुं वा मज्जं वा मंसं वा संकुलिं वा फाणिअं वा पूअं वा सिहरणिं वा तं वा पुव्वामेव भुच्चा पडिग्गहं च संलिहिय संमज्जिय तओ पच्छा भिक्खूहि सद्धिं गाहावइकुलं पिंडवायपडियाए पविसिस्सामि वा णिक्खमिस्सामि वा माइट्ठाणं संफासे” इत्यत्र नवरं मद्यमांसे छेदसूत्राभिप्रायेण व्याख्येये इति वृत्तिकृव्याख्यातवान्, अथवा कश्चिदतिप्रमादावष्टब्धोऽत्यन्तगृध्नुतया मद्यमांसाद्यप्याश्रयेदतस्तदुपादानमिति मातृस्थानस्पर्शयोग्यतया नेदमपि विरुध्यते । तथा-“से भिक्खू वा भिक्खूणी वा से जं पुण जाणिज्जा बहुअट्ठिअं मंसं वा मच्छं वा बहुकंटयं' इत्यादिकं सूत्रमपि बहुपरित्यजनधर्मकमांसाग्रहणस्य गृहस्थामन्त्रणादिविधेर्ग्रहणे सत्यपि कण्टकादिपरिष्ठापनविधेश्च प्रतिपादकम् । अस्योपादनं क्वचिल्लूताधुपशमनार्थं सद्वैद्योपदेशतो बाह्यपरिभोगेन स्वेदादिना ज्ञानाद्युपकारकत्वात् फलवदृष्टं, भुजिश्चात्र बहिः परिभोगार्थः” । इति व्याख्यया न विरुद्धं । तथा–“से भिक्खू वा भिक्खूणी वा जाव समाणे से जं पुण जाणिज्जा मंसं वा मच् िवा भज्जिज्जमाणं पेहाए तिल्लपूअं वा आएसाए उवक्खडिज्जमाणं पेहाए नो खद्धं खद्धं उवसंकमित्तओ भासिज्ज नन्नत्थगिलाणाए” इत्यत्र चान्यत्र ग्लानादिकार्थादित्यनेनात्यन्तापवाद एव छेदसमसूत्रविषय इति न कश्चिद्विरोधः श्रुतपरिष्कृतचेतसां प्रतिभाति ।।७-७।।
શ્રી જિનાગમમાં કોઈ સ્થાને માંસના વિષયમાં જે સૂત્રો આવે છે તે કેટલાંક છેદસૂત્રમાં જણાવેલાં પ્રાયશ્ચિત્ત સંબંધી છે, કેટલાંક બાહ્યપરિભોગ (ઉપયોગ) સંબંધી છે અને કેટલાંક અત્યંત અપવાદના વિષય છે. તેથી “જૈન સાધુઓ મઘ અને માંસ વાપરતા નથી. આ પ્રસિદ્ધિથી તે હણાતાં નથી અર્થાત્ તેનો વિરોધ આવતો નથી - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે શ્રી જિનાગમનાં તે તે સૂત્રો; ઉપર જણાવ્યા મુજબ છેદસૂત્રમાં જણાવેલા પ્રાયશ્ચિત્તના ઉપાયભૂત અર્થવિશેષને જણાવનારાં તેમ જ બાહ્ય ઉપચારપરક અને અત્યંત અપવાદના વિષયને જણાવનારાં છે. એ સૂત્રોથી જ સિદ્ધ થાય છે કે પૂ. સાધુભગવંતોને ઉત્સર્ગથી માંસભક્ષણ અત્યંત
૨૫૦
ધર્મવ્યવસ્થા બત્રીશી
Page #254
--------------------------------------------------------------------------
________________
દુષ્ટ છે અને તેથી મદ્ય અને માંસને નહિ વાપરવાની પ્રસિદ્ધ વાતની સાથે તેનો લેશ પણ વિરોધ નથી. ઉપર જણાવેલા અપવાદભૂત વિષયને સમજાવતાં ગ્રંથકાર પરમર્ષિ નીચે મુજબ જણાવે છે.
વિ ય ત્ય.. મઠ્ઠા સંપાસે - શ્રી આચારાંગસૂત્રમાંના એ સૂત્રનો અર્થ એ છે કે “વળી આસ્વજનાદિકુળોમાં મનગમતી વસ્તુ મેળવીશ જેમ કે સારા સુગંધી ભાત વગેરે - પિંડ, મિષ્ટાન્ન, દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, તલ, મધ, મદિરા, માંસ, તલપાપડી, ગોળની ચાસની, પૂત અને શિખરિણી(ચાસની) વગેરે... આવું બધું મળશે, એટલે પહેલાં જ સ્વજનાદિના ઘરે જઈને એ વસ્તુઓમાંથી જે કાંઈ મળશે તેને ખાઈને કે પીને પાત્રાને બરાબર ધોઈ-લૂછીને પછી જ્યારે ભિક્ષાકાળ થાય ત્યારે મેં ખાધું-પીધું છે-એમ ન જણાય એ રીતે) આગંતુક સાધુઓ સાથે ગોચરી મેળવવાની ઇચ્છાથી ગૃહસ્થના ઘરે જઇશ તેમ જ ત્યાંથી પાછો આવીશ. આ પ્રમાણે વિચારવું: આ માયાસ્થાન છે. (માટે એવું વિચારવું કે કરવું નહિ.) આ સૂત્રની વ્યાખ્યામાં ટીકાકાર (વૃત્તિકૃત) શ્રી શીલાંકાચાર્યજીએ ફરમાવ્યું છે કે – આ સૂત્રમાં જે માંસ અને મદિરાની વાત છે તેની વ્યાખ્યા છેદસૂત્રના અભિપ્રાયથી કરવી. અથવા કોઈ સાધુ અત્યંત પ્રમાદથી મૂઢ થયેલો અત્યંત આસક્તિના કારણે મદિરા અને માંસ પણ ગ્રહણ કરે; તેથી તેવી સંભાવનાને લઈને સૂત્રમાં મઘ અને માંસનું ઉપાદાન કર્યું છે. પરંતુ એવું કરવાથી એમ કરનારને માયાસ્થાન પ્રાપ્ત થાય છે - આ પ્રમાણે જણાવીને તેનો નિષેધ કર્યો હોવાથી આ સૂત્ર વિરુદ્ધ બનતું નથી.
તેમ જ સે મિલ્વ વા.. વદુરચં.. ઇત્યાદિ સૂત્ર પણ વિરુદ્ધ નથી. કારણ કે એ સૂત્ર, જેમાંથી ઘણું-ખરું ફેંકી દેવું પડે એવા માંસને ગ્રહણ ન કરવાનું જણાવવા માટેનું છે; અને ગૃહસ્થ ખૂબ જ આગ્રહ કરવા વગેરે દ્વારા તેના ઘરે લઈ જાય અને ત્યારે ગમે તે રીતે માંસ આવી ગયું હોય તો તેના કાંટા વગેરે પરઠવવાનું જણાવવા માટે છે. આ સૂત્રની વ્યાખ્યામાં વ્યાખ્યાકારશ્રીએ ફરમાવ્યું છે કે, “સારાવૈદ્યની સલાહથી લૂતા વગેરેના ઉપશમ માટે બહારથી ઉપચાર કરવા, એ રીતે માંસાદિનું ઉપાદાન (ગ્રહણ) કરાય છે. સૂત્રમાં જે મુન્ ધાતુનો પ્રયોગ કર્યો છે, તે બાહ્યપરિભોગ સ્વરૂપ અર્થને જણાવે છે. આ પ્રમાણે ઉપચાર કરવાથી પરસેવો વગેરે થવાના કારણે લૂતા વગેરેનું ઉપશમન થાય છે જે જ્ઞાનાદિની સાધનામાં ઉપકારક બને છે.”
આવી રીતે જ તે મિત્ વા.. જિલ્લા આ સૂત્ર પણ વિરુદ્ધ નથી. સૂત્રનો તાત્પર્યાર્થ એ છે કે “સાધુ કે સાધ્વીને જાણવા મળે કે ગૃહસ્થના ઘરમાં મહેમાન માટે માંસ, મત્સ્ય કે તેલથી પૂર્ણ એવો પૂડલો તૈયાર થઈ રહ્યો છે તો તે જોઇને જલદી જલદી ત્યાં જઈને તે માંગવું નહિ. સિવાય કે એવું ગાઢ બિમારી વગેરેનું કારણ હોય.” - આ અર્થ ઉપરથી સમજી શકાશે કે ગ્લાનાદિપ્રયોજનના વિષયમાં આ તેમ જ બીજાં સૂત્રો અત્યંત અપવાદભૂત અર્થને છેદસમાન સૂત્રના વિષયરૂપે જણાવે છે. તેથી શ્રતથી પરિકમિત ચિત્તવાળા આત્માને તેમાં કોઈ વિરોધ જણાતો નથી... ઇત્યાદિ કોઈ પણ જાતના પૂર્વગ્રહનો ત્યાગ કરી ઉપયોગપૂર્વક વિચારવું
એક પરિશીલન
૨૫૧
Page #255
--------------------------------------------------------------------------
________________
જોઇએ.... અહીં તો માત્ર ગ્રંથની પંક્તિઓનું જ વિવરણ કરવાનું હોવાથી આ વિષયમાં પ્રવર્તતા વિવાદ અંગે કશું જ જણાવ્યું નથી. છતાં જો જરૂર પડશે તો તે અંગે અવસરે જણાવીશ. અત્યારે એટલું યાદ રાખવું કે પૂ. સાધુસાધ્વીજી મ. મદિરા તેમ જ માંસ વાપરતા નથી. આ પ્રસિદ્ધ વાતની સાથે તે તે વાતનો વિરોધ આવતો નથી. II૭-શા
ઉપર જણાવ્યા મુજબ પોતાના શાસ્ત્રમાં અત્યંતાપવાદાદિના વિષયમાં માંસ ગ્રહણ કરવાની વાત હોવા છતાં ઉત્સર્ગમાર્ગે તો તેનો સ્પષ્ટ નિષેધ હોવાથી તે અભક્ષ્ય છે – એ વાત જણાવીને પરશાસ્ત્રમાં પણ માંસને અભક્ષ્ય માન્યું છે, એ જણાવાય છે–
न प्राण्यङ्गसमुत्थं चेत्यादिना वोऽपि वारितम् ।
लङ्कावतारसूत्रादौ तदित्येतद्बथोदितम् ॥७-८॥ नेति-न प्राण्यङ्गसमुत्थमित्यादिना च “न प्राण्यङ्गसमुत्थं मोहादपि शेषचूर्णमश्नीयाद्' इत्यादिग्रन्थेन च वोऽपि युष्माकमपि लङ्कावतारसूत्रादौ । तन्मांसभक्षणं वारितं निषिद्धम् । आदिना शीलपटलादिशास्त्रपरिग्रहः । इत्येतन्मांसभक्ष्यत्वं वृथोदितं परेण ॥७-८॥
ભક્ષ્યાભઠ્યત્વની વ્યવસ્થા શાસ્ત્ર અને લોકથી સિદ્ધ થયેલી છે – એમ કહેવામાં આવે તો અમારા (બૌદ્ધ વગેરેના) શાસ્ત્રમાં માંસને અભક્ષ્ય તરીકે જણાવેલું નથી.' - આવી શંકાનું સમાધાન કરાય છે. શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. એનો આશય એ છે કે બૌદ્ધોના લંકાવતાર અને શીલપટલ વગેરે શાસ્ત્રમાં ૧ પ્રાથસિમુદં મોહાપ શકયૂમરની યાત્ (પ્રાણીના અંગથી ઉત્પન્ન થયેલું શંખચૂર્ણ, મોહથી પણ ન ખાવું).. ઈત્યાદિ ગ્રંથથી માંસભક્ષણનો સ્પષ્ટ નિષેધ છે. તેથી બૌદ્ધોએ માંસનું ભક્ષ્યત્વ નકામું જણાવ્યું છે. નાક અને કાનની પાછળના હાડકાના ચૂર્ણને શંખચૂર્ણ કહેવાય છે. આથી સમજી શકાય છે કે બૌદ્ધોના શાસ્ત્રમાં પણ પ્રાણીના અંગથી ઉત્પન્ન થયેલું હોવા છતાં માંસભક્ષણનો નિષેધ કર્યો છે. II૭-૮
अधिकृतार्थ एव वाद्यन्तरमतनिरासायोपक्रमते
માંસભક્ષણની માન્યતા અંગેની બીજા વાદીઓની વાતનું નિરાકરણ કરવાનો પ્રારંભ કરાય છે
न मांसभक्षणे दोषो न मद्ये न च मैथुने ।
प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला ॥७-९॥ नेति-न नैव मांसभक्षणे दोषः कर्मबन्धलक्षणः । न मद्ये पीयमान इति गम्यते । न च मैथुने सेव्यमान इति गम्यते । यतः प्रवृत्तिः स्वभाव एषा मांसभक्षणादिका भूतानां प्राणिनां । निवृत्तिर्विरमणं पुनर्मांसभक्षणादिभ्यो महदभ्युदयलक्षणं फलं यस्याः सा ||७-९॥
૨૫૨
ધર્મવ્યવસ્થા બત્રીશી
Page #256
--------------------------------------------------------------------------
________________
“માંસભક્ષણમાં દોષ નથી; મદિરાપાનમાં દોષ નથી તેમ જ મૈથુન સેવવામાં દોષ નથી. પ્રાણીઓની એ પ્રવૃત્તિ (સ્વભાવ) છે. એનાથી વિરામ પામવું - એ મહાફળવાળું છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે દ્વિજ(બ્રાહ્મણ)વાદીની એ માન્યતા છે કે માંસભક્ષણ, મદિરાપાન અને મૈથુનસેવન એ પ્રાણીઓની સ્વભાવભૂત પ્રવૃત્તિ છે. એ કરવાથી કર્મબંધસ્વરૂપ દોષ પ્રાપ્ત થતો નથી. પરંતુ માંસભક્ષણાદિથી જે નિવૃત્તિ (વિરામ પામવું) છે તે મહાફલવાળી છે. એનાથી મહાન અભ્યદય પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે મનુસ્મૃતિમાં જણાવ્યું છે. દ્વિજવાદીઓની એ માન્યતા સ્પષ્ટ છે... I૭-લા. કિંજવાદીઓની માન્યતાનું નિરાકરણ કરાય છે–
भक्ष्यं मांसं परः प्राहानालोच्य वचनादतः ।
जन्मान्तरार्जनाद् दुष्टं न चैतद् वेद यत्स्मृतम् ॥७-१०॥ भक्ष्यमिति-परो द्विजन्मजातीयः । अतो वचनाद् । अनालोच्य पूर्वापरशास्त्रन्यायविरुद्धतां । मांसं भक्ष्यं प्राह । न चैतन्मांसभक्षणं । जन्मान्तरार्जनादन्यभवोत्पादनाद् दुष्टं वेद जानाति । यत् स्मृतं मनुना T૭-૧||
માંસભક્ષણમાં દોષ નથી... ઇત્યાદિ વચનથી કિંજવાદીએ માંસને ભક્ષ્ય તરીકે જે જણાવ્યું છે તે, શાસ્ત્રનાં પૂર્વાપર વચનોને વિચાર્યા વિના કહ્યું છે. કારણ કે આ માંસભક્ષણ બીજા જન્મને પ્રાપ્ત કરાવનારું હોવાથી તે દુષ્ટ છે એની તેને જાણ નથી. મનુએ આ વિષયમાં નીચે મુજબ જણાવ્યું છે – આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. ll૭-૧૦ના મનુએ આ વિષયમાં જે જણાવ્યું છે; તે જણાવાય છે
मां स भक्षयिताऽमुत्र यस्य मांसमिहादम्यहम् ।
एतन्मांसस्य मांसत्वं प्रवदन्ति मनीषिणः ॥७-११॥ मामिति-अत्र हि भक्षकस्य भक्षितेन भक्षणीयत्वप्राप्तिनिबन्धनजन्मान्तरार्जनादेव व्यक्तं मांसभक्षणस्य दुष्टत्वं प्रतीयत इति तददुष्टत्वप्रतिपादकं वचनमनेनैव विरुध्यते ॥७-११॥
જેનું માંસ હું અહીં ખાઉં છું; એ મને પરલોકમાં ખાશે.' આ માંસ શબ્દની વ્યુત્પત્તિ છે.' - આ પ્રમાણે બુદ્ધિમાનો કહે છે. અગિયારમા શ્લોકનો એ અર્થ સમજી શકાય છે. અહીં માંસનું ભક્ષણ કરનારને ભક્ષિત (જેનું માંસ ખાધું છે તે) વડે પોતે ખવાય એવી અવસ્થાને પ્રાપ્ત કરાવનાર જન્માંતરની પ્રાપ્તિ થવાથી માંસભક્ષણનું દુખત્વ સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. તેથી માંસભક્ષણમાં કોઈ દોષ નથી. (ન માં તમને જોવો.) ઈત્યાદિ વચન માં સમયિતા આ વચનથી જ વિરુદ્ધ થાય છે, એ સારી રીતે સમજી શકાય છે. ll૭-૧૧
એક પરિશીલન
૨૫૩
Page #257
--------------------------------------------------------------------------
________________
ઉપર જણાવેલા વિરોધના પરિહાર માટે દ્વિજવાદીના તાત્પર્યને જણાવાય છે–
निषेधः शास्त्रबाहोऽस्तु विधिः शास्त्रीयगोचरः ।
दोषो विशेषतात्पर्यान्नन्वेवं न यतः स्मृतम् ॥७-१२॥ निषेध इति-ननु शास्त्रबाह्ये मांसभक्षणे निषेधोऽस्तु, निरुक्तबलप्राप्तनिषेधे विध्यर्थोऽन्वेतु, विधिश्च शास्त्रीयगोचरो वचनोक्तमांसभक्षणविषयोऽस्तु, एवं विशेषतात्पर्याद्विधिनिषेधवाक्यार्थयोर्विधेयनिषेध्ययोः सामानाधिकरण्येनान्वये तात्पर्यान्न दोषः “न मांसभक्षणे दोष” इत्यत्र मांसभक्षणसामान्ये दोषाभावबाधलक्षणः, अन्यथा “ज्योतिष्टोमेन स्वर्गकामो यजेत” इत्यादावपि स्वर्गादिसामान्ये यागादिकार्यताबाधप्रसङ्गाद् । इत्थं च–“इत्थं जन्मैव दोषोऽत्र न शास्त्राद् बाह्यभक्षणम् । प्रतीत्यैष निषेधश्च न्याय्यो वाक्यान्तराद्गतेः ॥१॥ [हारिभद्रीयाष्टक १८-४]” इत्यत्र नेत्यादौ पूर्वपक्षाभिप्रायेण नैवं, यतः शास्त्राबाह्यभक्षणं प्रतीत्यैष जन्मलक्षणो दोषो निषेधश्च निरुक्तबलप्रापित इति पूर्वव्याख्यानमेवादृतं । शास्त्राबाह्यभक्षणं प्रतीत्य सामान्यत इत्यर्थः, नैष निषेध इति तु व्याख्यानं विशेषतात्पर्ये परस्येष्टमेव, विशेषतात्पर्यग्रहणग्रहोपायमाह यतः स्मृतम् ।।७-१२।।
“શાસ્ત્રબાહ્ય માંસભક્ષણમાં નિષેધ હોય અને વિધિ શાસ્ત્રીય માંસભક્ષણમાં હોય – આ પ્રમાણેના વિશેષતાત્પર્યથી કોઈ દોષ નથી. - આનું કારણ આ પ્રમાણે (હવે પછી જણાવાય છે તેમ કહેવાયું છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. જ કહેવાનું તાત્પર્ય એ છે કે માં ૩ મયિતા, મનુસ્મૃતિના પાંચમા અધ્યાયના પંચાવનમાં એ શ્લોકથી માંસભક્ષણનો નિષેધ પ્રતીત થાય છે અને ન માંસમક્ષને કોષો આ ત્યાંના છપ્પનમા શ્લોકથી માંસભક્ષણનું વિધાન પ્રતીત થાય છે. કારણ કે ઉપરના(પંચાવનમા) શ્લોકથી માંસભક્ષણનો નિષેધ કર્યા પછી છપ્પનમા શ્લોકથી માંસભક્ષણમાં દોષના અભાવને જણાવવાનું ખરેખર તો કોઈ જ પ્રયોજન નથી. આમ છતાં એ શ્લોક હોવાથી, એની પૂર્વેના શ્લોકથી નિષેધ કરાયે છતે છપ્પનમા શ્લોકથી વિધાન થઇ જાય છે. અને તેથી આ રીતે એક જ માંસભક્ષણમાં નિષેધ અને વિધિ બંનેનો અન્વય થવાથી વિરોધ સ્પષ્ટ છે. તેના પરિવાર માટે શાસ્ત્રબાહ્યમાં માંસભક્ષણનો નિષેધ અને શાસ્ત્રીય માંસભક્ષણમાં માંસભક્ષણનું વિધાન સમજી લેવું જોઇએ. આ રીતે વિધિવાક્યર્થનો અન્વયે વિધેય(શાસ્ત્રોક્ત માંસભક્ષણ)માં અને નિષેધવાક્યર્થનો અન્વય નિષેધ્ય(શાસ્ત્રબાહ્ય માંસભક્ષણ)માં સામાનાધિકરણ્યથી કરવાના તાત્પર્ય સ્વરૂપ વિશેષતાત્પર્યના કારણે દોષ નથી. અર્થાતુ ન માંસમક્ષને લોકો અહીં માંસભક્ષણ સામાન્યમાં દોષાભાવનો જે બાધ થતો હતો તે થતો નથી. કારણ કે એ રીતે માંસભક્ષણસામાન્યમાં વિધિ કે નિષેધનું અહીં તાત્પર્ય નથી. પરંતુ ઉપર જણાવ્યા મુજબ માંસભક્ષણવિશેષમાં તાત્પર્ય છે.
૨૫૪
ધર્મવ્યવસ્થા બત્રીશી
Page #258
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે વિશેષતાત્પર્ય માનવાના બદલે સામાન્યમાં જ તાત્પર્ય માનવામાં આવે તો તિષ્ઠોમેન સ્વાનો અને અહીં પણ સ્વગદિસામાન્યમાં જે યજ્ઞાદિની કાર્યતા મનાય છે તેનો બાધ થશે. કારણ કે જ્યોતિષ્ટોમયજ્ઞથી સ્વર્ગસામાન્યની પ્રાપ્તિ થવાની હોય તો; સ્વામી અને આ વાક્યથી યજ્ઞસામાન્યને સ્વર્ગસામાન્યનું કારણ જણાવવાનું નિરર્થક બને અને તેથી યજ્ઞસામાન્ય સ્વર્ગસામાન્યનું કારણ નથી; એમ સમજવું પડે. તેથી સ્વર્ગસામાન્ય, યજ્ઞસામાન્યનું કાર્ય છે અને સ્વર્ગવિશેષ જ્યોતિeોમયજ્ઞનું કાર્ય છે - આ પ્રમાણે વિશેષતાત્પર્ય અહીં મનાય છે. વિશેષતાત્પર્યની વિવક્ષા કરવાની ન જ હોય તો અહીં ઉપર જણાવ્યા મુજબ બાધદોષ આવશે.
આથી સમજી શકાશે કે ત્યં નનૈવ તોપોડઝ ન શાસ્ત્રાવાસામલામ્ પ્રત્યેક નિષેધશ. ચાવ્યો વાવિયાન્તર૬ મતેઃ | અષ્ટક પ્રકરણ ૧૮-૪ || આ શ્લોકમાં ન ઇત્યાદિની વ્યાખ્યા પૂર્વપક્ષના અભિપ્રાયે જે કરી છે તે માન્ય રાખી છે. કહેવાનો આશય એ છે કે જે માંસમક્ષ તોષી... ઇત્યાદિ શ્લોકથી માંસભક્ષણમાં કોઈ દોષ નથી - આ પ્રમાણે જણાવાયું છે અને માંસ મયિતા.... ઇત્યાદિ શ્લોકથી માંસભક્ષકને જન્માંતરમાં પોતે બીજાનું ભક્ષ્ય બને એવો જન્મ પ્રાપ્ત થાય છે – આ પ્રમાણે જણાવાયું છે. તેથી દુર્ઘ નનૈવ રોષોડત્ર... આ શ્લોકથી; એ વિરોધને જણાવતાં ફરમાવ્યું છે કે - આ રીતે માંસભક્ષકને જન્માંતરમાં બીજાના ભક્ષ્ય તરીકે થવાનો દોષ પ્રાપ્ત થવા છતાં માંસભક્ષણમાં દોષ નથી એ કઈ રીતે કહ્યું? કારણ કે એવા જન્મની પ્રાપ્તિ; એ જ તો મોટો દોષ છે. બીજો કયો દોષ શોધવો પડે ? અર્થાત્ બીજો કોઈ દોષ હોય કે ન પણ હોય તો ય માંસભક્ષણ કરનારને ભક્ષ્ય બનવાના જન્મની પ્રાપ્તિ થવી એ જ મોટો દોષ છે. આ પ્રમાણે સિદ્ધાંતી (માંસને અભક્ષ્ય માનનારા) જણાવે છે.
આવી સ્થિતિમાં માંસભક્ષણમાં કોઈ પણ દોષ નથી – એમ માનનારા જણાવે છે કે માંસનું ભક્ષણ કરનારને ભવાંતરમાં બીજાના (જેનું માંસ ખાધું છે તેના) ભક્ષ્ય બનવા સ્વરૂપ દોષની પ્રાપ્તિ થતી નથી. કારણ કે એ દોષ શાસ્ત્રબાહ્ય માંસભક્ષણને આશ્રયીને છે, પરંતુ શાસ્ત્રવિહિત માંસભક્ષણમાં એ દોષ નથી. માંસભક્ષણમાં શાસ્ત્રવિહિત હોવાથી) જે દોષનો નિષેધ કર્યો છે તે બીજા વાક્યના કારણે સંગત છે અર્થાતુ હવે પછી જણાવાતાં વાક્યાંતરના કારણે એ દોષનિષેધ સંગત છે. અથવા “જન્મ આ જ દોષ છે. પરંતુ સર્વસામાન્ય ર માંસમક્ષો રોણો... ઈત્યાદિ શ્લોકથી દોષનો જે નિષેધ કરાય છે તે શાસ્ત્રબાહ્યભક્ષણને આશ્રયીને યોગ્ય નથી. કારણ કે શાસ્ત્રબાહ્યભક્ષણ અંગે તે નિષેધ સંગત નથી. કોહિત... (વૈદિકમંત્રથી સંસ્કૃત માંસનું ભક્ષણ કરવું જોઇએ.) ઈત્યાદિ વાક્યાંતરથી શાસ્ત્રોક્ત માંસભક્ષણને આશ્રયીને એ દોષનો નિષેધ છે – એ જણાય છે. સામાન્યથી માંસભક્ષણને આશ્રયીને એ દોષનિષેધ નથી. આ પ્રમાણે “ફુલ્ય નવ” ઇત્યાદિ શ્લોકની વ્યાખ્યા અષ્ટકપ્રકરણમાં વ્યાખ્યાકારશ્રીએ બે પ્રકારે કરી છે.
એક પરિશીલન
૨૫૫
Page #259
--------------------------------------------------------------------------
________________
એમાંથી પૂર્વપક્ષના અભિપ્રાયે કરેલી પ્રથમ વ્યાખ્યાનો અહીં આદર કર્યો છે. શાસ્ત્રબાહ્યમાંસભક્ષણને આશ્રયીને - સામાન્યથી દોષનો નિષેધ નથી - આ પ્રમાણેની વ્યાખ્યા વિશેષતાત્પર્યની વિવક્ષામાં બીજાને ઇષ્ટ જ છે. વિશેષતાત્પર્યંની વિવક્ષા જે કારણે જણાય છે તે ઉપાયને યતઃ સ્મૃતમ્ આ ગ્રંથ દ્વારા જણાવાય છે. અર્થાત્ આગળના શ્લોકથી એ ઉપાયને જણાવવાનું યતઃ સ્મૃતમ્ આ ગ્રંથથી સૂચવ્યું છે.
અહીં યાદ રાખવું જોઇએ કે અગિયારમા શ્લોકમાં જણાવેલા વિરોધના પરિહાર માટે આ બારમા શ્લોકથી વિશેષતાત્પર્ય જણાવ્યું છે. એના અનુસંધાનમાં જ ‘♥ બન્નેવ...' ઇત્યાદિ શ્લોકની વૃત્તિકા૨ે શ્રી અષ્ટકપ્રકરણમાં કરેલી પ્રથમ વ્યાખ્યાનો આદર કર્યો છે... ઇત્યાદિ વિચારવું જોઇએ. ત્યાંની પ્રથમ વ્યાખ્યાનું સામાન્યથી એ તાત્પર્ય છે કે “આ રીતે જન્મ સ્વરૂપ દોષ છે : એ કહેવાનું યોગ્ય નથી. કારણ કે આ જન્મસ્વરૂપ દોષ અને માંસભક્ષણનો નિષેધ શાસ્ત્રબાહ્યભક્ષણને આશ્રયીને છે.” અને દ્વિતીય વ્યાખ્યાનું તાત્પર્ય એ છે કે ‘શાસ્ત્રબાહ્ય માંસભક્ષણને આશ્રયીને એટલે કે સામાન્યથી માંસભક્ષણમાં દોષનો નિષેધ સંગત નથી.' આ શ્લોકનો ભાવાર્થ સમજી લીધા પછી ટીકાની પંક્તિઓ સમજવાનું થોડું સ૨ળ બનશે. II૭-૧૨
યતઃ સ્મૃતમ્ – આ પદથી જે જણાવાયું છે તે ગ્રંથકારશ્રી જણાવે છે અર્થાત્ ‘જેથી કહેવાયું છે' - આ પ્રમાણે કહીને જે કહેવાયું હતું તે ગ્રંથકારશ્રી જણાવે છે—
प्रोक्षितं भक्षयेन्मांसं ब्राह्मणानां च काम्यया । यथाविधि नियुक्तस्तु प्राणानामेव चात्यये ।।७-१३॥
प्रोक्षितमिति - प्रोक्षितं वैदिकमन्त्राभ्युक्षितं । भक्षयेदश्नीयात् । मांसं पिशितं । ब्राह्मणानां च काम्ययेच्छया । द्विजभुक्तावशेषं प्रति तदनुज्ञया विधिर्न्यायो यत्र यागश्राद्धप्राघूर्णकादौ प्रक्रिया तस्यानतिक्रमेण यथाविधि । तत्र यागविधिः पशुमेधाश्वमेधादिशास्त्रसिद्धः श्राद्धविधिस्तु द्वौ मासौ मत्स्यमांसेनेत्यादिप्रसिद्धः । प्राघूर्णकविधिस्तु याज्ञवल्क्योक्तोऽयं - " महोक्षं वा महाजं वा श्रोत्रियाय प्रकल्पयेदिति” तथा नियुक्तस्तु गुरुभिर्व्यापारित एव । तथा प्राणानामेवेन्द्रियादीनामेव चात्यये विनाशे उपस्थिते इति शेषः । आत्मा हि रक्षणीयो यदाह - “ सर्वत एवात्मानं गोपयेदिति” ।।७-१३।।
“બ્રાહ્મણોની અનુજ્ઞાથી વૈદિક મંત્રોથી સંસ્કૃત એવા માંસનું ભક્ષણ કરવું જોઇએ તેમ જ વિધિપૂર્વક નિયુક્ત થયેલ (અધિકારી) માણસે માંસભક્ષણ કરવું જોઇએ અને પ્રાણાદિ(ઇન્દ્રાદિ)ના નાશનો પ્રસંગ આવ્યે છતે માંસભક્ષણ કરવું જોઇએ.” – આ પ્રમાણે તે૨મા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વૈદિક મંત્રોના પાઠથી અભિમંત્રિત માંસને પ્રોક્ષિત માંસ કહેવાય છે. એ માંસ બ્રાહ્મણો ખાઇ લે, પછી જે વધે તે માંસ તેમની ઇચ્છા - અનુજ્ઞાથી ખાવું જોઇએ. એ પણ વિધિ એટલે કે ન્યાયનું ઉલ્લંઘન કર્યા વિના ખાવું, જ્યાં વિધિ; યજ્ઞ, શ્રાદ્ધ
ધર્મવ્યવસ્થા બત્રીશી
૨૫૬
Page #260
--------------------------------------------------------------------------
________________
અને મહેમાન વગેરે સંબંધી પ્રક્રિયા સ્વરૂપ છે. પશુમેધ અને અશ્વમેધાદિ શાસપ્રસિદ્ધ વિધિ વાગવિધિ છે. બે મહિના મઢ્યમાંસથી શ્રાદ્ધ કરવું... ઇત્યાદિ પ્રસિદ્ધ શ્રાદ્ધવિધિ છે અને યાજ્ઞવલ્કયમાં જણાવ્યા મુજબ મોટા બળદને અથવા મોટા બકરાને શ્રોત્રિય બ્રાહ્મણ માટે રાંધવો... ઇત્યાદિ પ્રાથૂર્ણકવિધિ છે. એ વિધિનું ઉલ્લંઘન કર્યા વિના માંસભક્ષણ કરવું જોઈએ તેમ જ ગુરુએ જેને કહ્યું હોય એવા જ માણસે તે ખાવું જોઈએ. તેમ જ ઇન્દ્રિયો વગેરે પ્રાણોનો વિનાશ થતો હોય ત્યારે માંસ ખાવું જોઈએ. કારણ કે આત્મા ગમે તે રીતે રક્ષણ કરવા યોગ્ય છે, એ પ્રમાણે શાસ્ત્રકારો પણ કહે છે કે - “બધી રીતે આત્માની રક્ષા કરવી જોઈએ.”
આથી સમજી શકાશે કે શાસ્ત્રમાં માંસભક્ષણનું વિધાન હોવાથી માંસભક્ષણનો નિષેધ કરનારાં માં સ ભક્ષયિતા... ઇત્યાદિ વાક્યો શાસ્ત્રબાહ્ય માંસભક્ષણને આશ્રયીને છે અને માંસભક્ષણમાં દોષનો નિષેધ કરનારાં વાક્યો (ન માંસમક્ષને લોકો ઇત્યાદિ વાક્યો) શાસ્ત્ર-વિહિત માંસભક્ષણને આશ્રયીને છે. તેથી કોઈ વિરોધ નથી. - આ પ્રમાણે પૂર્વપક્ષીની માન્યતા છે. ||૭-૧૩ એ પૂર્વપક્ષના કથનનું નિરાકરણ કરાય છે–
नैतन्निवृत्त्ययोगेन तस्याः प्राप्तिनियन्त्रणात् ।
प्राप्ते तस्या निषेधेन यत एतदुदाहृतम् ॥७-१४॥ नैतदिति-एतद्विशेषपरत्वेन विधिनिषेधोभयसमाधानं प्रकृते न युक्तं । निवृत्त्ययोगेन मांसभक्षणनिवृत्त्यसम्भवेन । तस्या निवृत्तेः । प्राप्तिनियन्त्रणात् प्राप्तिनियमनात्, प्राप्तमेव प्रतिषिध्यत इति न्यायात् । तर्हि प्रोक्षितादिविधिना प्राप्तमेव निषिध्यतां, न, प्राप्ते तस्या निवृत्तेनिषेधे निषिद्धकर्मकरणे पापप्रचयस्यैव सम्भवात् तस्या महाफलत्वानुपपत्तेः । यत एतदुदाहृतं भवद्ग्रन्थे ॥७-१४॥
વિશેષતાત્પર્યની વિવક્ષાથી શાસ્ત્રબાહ્ય અને શાસ્ત્રીય માંસભક્ષણને આશ્રયીને નિષેધ અને વિધિનું ઉપર જણાવેલું સમાધાન યોગ્ય નથી. કારણ કે માંસભક્ષણની નિવૃત્તિનો સંભવ નથી. નિવૃત્તિ; પ્રાપ્તિથી નિયંત્રિત હોય. માંસભક્ષણ પ્રાપ્ત થયે છતે અર્થાતુ પ્રાપ્ત માંસભક્ષણમાં નિવૃત્તિનો નિષેધ કરવાથી તેનો (નિવૃત્તિનો) સંભવ નથી. કારણ કે તમારા શાસ્ત્રમાં આ પ્રમાણે (હવે પછીના શ્લોકથી કહેવાશે તેમ) જણાવ્યું છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે ઉપર જણાવ્યા મુજબ વિશેષ - તાત્પર્યની વિવક્ષા કરી વિધિ અને નિષેધને આશ્રયીને જે સમાધાન કરાયું છે; તે યોગ્ય નથી. કારણ કે “ માંસમક્ષને આ
શ્લોકમાં જે મહાફળવાળી નિવૃત્તિ જણાવી છે તેનો સંભવ જ નથી. જેની પ્રાપ્તિ છે તેનો જ નિષેધ કરાય છે. જે પ્રાપ્ત નથી તેનો નિષેધ કરાતો નથી. શાસબાહ્ય માંસભક્ષણ પ્રાપ્ત જ ન હોવાથી એની નિવૃત્તિ થવાનો સંભવ નથી. આ નિવૃત્તિના અયોગને દૂર કરવા પ્રષિતં મH. એક પરિશીલન
૨૫૭
Page #261
--------------------------------------------------------------------------
________________
ઈત્યાદિવિધિપ્રાપ્ત માંસભક્ષણનો નિષેધ કરાય છે – એ પ્રમાણે કહી શકાય એમ નથી. કારણ કે પિત્ત માથે ઇત્યાદિથી માંસભક્ષણ પ્રાપ્ત થયે છતે તેનો નિષેધ કરવાના કારણે મહાફળવાળી નિવૃત્તિ સંભવતી નથી. કારણ કે શાસ્ત્રીય માંસભક્ષણનો નિષેધ કરાયા પછી નિષિદ્ધ કર્મના આચરણથી પાપના બંધનો જ સંભવ છે. તેના (નિવૃત્તિના) મહાફળની સંભાવના નથી, જેથી તમારા જ શાસ્ત્રમાં નીચે મુજબ) જણાવ્યું છે. I૭-૧૪
તેમના ગ્રંથમાં જે કહ્યું છે તે જણાવાય છે–
यथाविधि नियुक्तस्तु यो मांसं नाति वै द्विजः ।
स प्रेत्य पशुतां याति सम्भवानेकविंशतिम् ॥७-१५॥ यथाविधीति-यथाविधि शास्त्रीयन्यायानतिक्रमेण । नियुक्तो गुरुभिर्व्यापारितः । तुः पुनरर्थः, तस्य चैवं प्रयोगः-अविधिना मांसमखादन्निर्दोष एव, यथाविधि नियुक्तः पुनः । यो मांसं नात्ति । वै इति निपातो वाक्यालङ्कारार्थः । द्विजो विप्रः । स प्रेत्य परलोके । पशुतां तिर्यग्भावं याति । सम्भवनानि सम्भवा जन्मानि तानेकविंशतिम् ॥७-१५॥
યથાવિધિ નિયુક્ત જે બ્રાહ્મણ માંસ ખાતો નથી તે મરીને ભવાંતરમાં એકવીશ જન્મ સુધી પશુતાને પ્રાપ્ત કરે છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે, શાસ્ત્રીય નીતિનું ઉલ્લંઘન કર્યા વિના ગુરુઓ દ્વારા નિયુક્ત (અનુમત) જે બ્રાહ્મણ છે; તે જો માંસ ખાય નહિ તો તે ભવાંતરમાં મરીને એકવીશ જન્મ સુધી પશુપણાને પ્રાપ્ત કરે છે. શ્લોકમાંનું તુ પદ પુનર્ અર્થને જણાવનારું છે. તેથી તેનો આ રીતે પ્રયોગ કરવાનો છે - અવિધિથી માંસને નહિ ખાનારો નિર્દોષ જ છે; પરંતુ યથાવિધિ નિયુક્ત જે માંસ ખાતો નથી તે ભવાંતરમાં ઉપર જણાવ્યા મુજબ તિર્યચપણાને પ્રાપ્ત કરે છે. આથી સમજી શકાશે કે શાસ્ત્રવિહિત માંસભક્ષણનો નિષેધ મહાઅપાયનું કારણ હોવાથી તેની નિવૃત્તિ શક્ય નથી અને શાસ્ત્રબાહ્ય માંસભક્ષણ તો પ્રાપ્ત જ નથી કે જેથી તેની નિવૃત્તિ જણાવી શકાય. આ રીતે બંને પ્રકારે નિવૃત્તિ શક્ય ન હોવાથી નિવૃત્તિનુ મહાપુના એ કથન અયુક્ત છે. I૭-૧પ
પ્રાપ્ત-માંસભક્ષણની નિવૃત્તિના સંભવને જણાવનારની યુક્તિને જણાવવાપૂર્વક તેનું નિરાકરણ કરાય છે–
अधिकारपरित्यागात् पारिवाज्येऽस्तु तत्फलम् ।
इति चेत् तदभावे नादुष्टतेत्यपि सङ्कटम् ॥७-१६॥ अधिकारेति-अधिकारस्य गृहस्थभावलक्षणस्य परित्यागात् । पारिवाज्ये मस्करित्वे । तत्फलं मांसभक्षणनिवृत्तिफलमस्तु । अयमभिप्रायः-गृहस्थतायां प्रोक्षितादिविशेषणं मांस भक्षणीयमेव, तस्माच्च ૨૫૮
ધર્મવ્યવસ્થા બત્રીશી
Page #262
--------------------------------------------------------------------------
________________
पारिवाज्यप्रतिपत्तिद्वारेण विनिवर्तत इत्येवं प्राप्तिपूर्विका निवृत्तिांसभक्षणस्य स्यात्, सा च सफला । इति चेत्तदभावे पारिवाज्याभावे नादुष्टता, प्राप्तिपूर्वकनिवृत्त्या अभावेऽभ्युदयादिफलाभावापत्तिलक्षणदोषपरिहार इत्यपि सङ्कटमायुष्मतः । यदाह-“पारिवाज्यं निवृत्तिश्चेद्यस्तदप्रतिपत्तितः । फलाभावः स एवास्य दोषो निर्दोषतैव न ॥१॥” ननु प्राप्तिः प्रमाणपरिच्छेद एव स चाशास्त्रीयमांसभक्षणेऽप्यस्तीति तन्निवृत्तेः फलवत्त्वमनाबाधम्, अन्यथा “प्राप्तमेव प्रतिषिध्यत” इति मन्त्रपाठवलाज्जलहूदे वह्निरपि सिध्येत्तन्निवृत्तेस्तत्र सत्त्वाद्, वस्तुतो निषिद्धनिवृत्तिर्न धर्मजननी किं त्वधर्माभावप्रयोजिका, निषिद्धप्रवृत्तेरधर्महेतुत्वेन तदभावे तदनुत्पत्तेः । निवृत्तिपदं चात्र पारिवाज्यपरमेव सर्वकर्मन्यासरूपस्य तस्य महाफलत्वोपपत्तेरिति न कोऽप्यत्र दोषः, इति चेन्न, तथापि “न मांसभक्षणे दोष” इत्यत्र मांसभक्षणपदस्य शास्त्रीयमांसभक्षणपरत्वे तददुष्टत्वे साध्ये भूतप्रवृत्तिविषयत्वस्य हेतोरनैकान्तिकत्वात्, प्रवृत्तौ विहितत्वविशेषणप्रक्षेपे च विशेष्यभागस्य वैयर्थ्यात्, फलतः पक्षहेत्वोरविशेषापत्तेश्च । किं चोत्सर्गतो निषिद्धं पुष्टालम्बनसमावेशेन क्वचित्कदाचित्कस्यचिद्गुणावहमपि स्वरूपतोऽदुष्टतां न परित्यजति । यथा वैद्यकनिषिद्धं स्वेदकर्म ज्वरापनयनाय विधीयमानं । न चात्र किञ्चिदालम्बनं पश्यामो विनाऽधर्मप्रवृद्धिकुतूहलादिति । अधिकं मत्कृतस्याद्वादત્પતતાયામ્ II૭-૧દ્દા.
“પરિવ્રાજકપણામાં અધિકારનો પરિત્યાગ થતો હોવાથી માંસભક્ષણની નિવૃત્તિનું મહાફળ પ્રાપ્ત થાય” - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે એ પ્રમાણે માની લેવામાં આવે તો પરિવ્રાજકપણાના અભાવમાં દોષનો અભાવ નહિ રહેવાનું સંકટ આવશે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જ્યારે માંસ ખાવાના અધિકાર સ્વરૂપ ગૃહસ્થપણાનો પરિત્યાગ થાય છે, ત્યારે પરિવ્રાજકપણામાં માંસભક્ષણની નિવૃત્તિનું ફળ પ્રાપ્ત થાય. આશય એ છે કે ગૃહસ્થપણામાં પ્રોષિતાદિ વિશેષણોથી વિશિષ્ટ (ગ્લો.નં.૧૩માં જણાવ્યા મુજબ) માંસ ખાવું જ જોઈએ. પરંતુ પરિવ્રાજકપણાનો સ્વીકાર કરવાથી માંસભક્ષણથી તે નિવૃત્ત થાય છે. આ રીતે માંસભક્ષણની નિવૃત્તિ, પ્રાપ્તિપૂર્વકની થઈ શકે છે અને આ નિવૃત્તિ મહાફળવાળી છે. આ પ્રમાણેના કથનનું નિરાકરણ તવમાવે.. ઇત્યાદિ ગ્રંથથી કરાય છે.
એનો આશય એ છે કે પરિવ્રાજકપણાનો અભાવ હોય ત્યારે પ્રાપ્તિપૂર્વકની નિવૃત્તિ(માંસભક્ષણની નિવૃત્તિ)નો અભાવ હોવાથી અભ્યદયાદિ ફળ પ્રાપ્ત નહિ થાય. તેથી મહાફળના અભાવની આપત્તિ સ્વરૂપ દોષનો પરિહાર કરવાનું પણ સંકટ પ્રાપ્ત થશે અર્થાતુ “માંસભક્ષણમાં દોષ નથી.' એમ કહેનારાને પારિવ્રાજયના અભાવે મહાફળના અભાવની પ્રાપ્તિ સ્વરૂપ દોષ પ્રાપ્ત થશે. શ્રી અષ્ટકપ્રકરણમાં પણ એ પ્રમાણે જણાવ્યું છે કે- “પારિવ્રાજય જ જો નિવૃત્તિ (માંસભક્ષણની નિવૃત્તિ) હોય તો તેના અસ્વીકારથી જે અભ્યદયાદિ મહાફળનો અભાવ થાય છે તે જ મોટો દોષ છે. બીજા દોષને શોધવાની આવશ્યકતા નથી. તેથી માંસભક્ષણમાં નિર્દોષતા એક પરિશીલન
૨૫૯
Page #263
--------------------------------------------------------------------------
________________
નથી.” આથી સમજી શકાશે કે “ર માંસમક્ષને રોષઃ' અને “નિવૃત્તિનુ મહીના' અર્થાત્ “માંસભક્ષણમાં દોષ નથી” અને “માંસભક્ષણની નિવૃત્તિ મહાફળવાળી છે' - આ કથન ઉચિત નથી.
અહીં પૂર્વે જણાવ્યા મુજબ પ્રાપ્તનો જ પ્રતિષેધ થતો હોવાથી માંસભક્ષણની નિવૃત્તિનો અસંભવ થાય છે. પરંતુ ખરી રીતે પ્રાપ્તિ; પ્રમાણથી પરિચ્છેદ (બોધ-જ્ઞાન) સ્વરૂપ છે. શાસ્ત્રબાહ્યમાંસભક્ષણનો પણ પ્રમાણપરિચ્છેદ થાય છે. તેથી તેનો નિષેધ શક્ય છે જેથી તેની નિવૃત્તિ મહાફળવાળી છે – એમ માનવામાં ન આવે અને પ્રતને પ્રતિવિધ્ય આનો મંત્રપાઠ કરવામાં આવે તો જલહૂદ વગેરેમાં વહ્નિ પણ કોઇવાર સિદ્ધ થશે. કારણ કે ત્યાં જલહૂદ વગેરેમાં પણ વદ્વિનો નિષેધ તો કરાય છે જ. તેથી તેને લઈને કોઇવાર તેની પ્રાપ્તિ પણ થઈ જાય. અશાસ્ત્રીય માંસભક્ષણનો પ્રમાણપરિચ્છેદ થતો હોવાથી તે સ્વરૂપ તેની પ્રાપ્તિપૂર્વકની તેની નિવૃત્તિ મહાફળવાળી છે - એમ માનવામાં કોઈ બાધ નથી. ખરી રીતે નિષિદ્ધ વસ્તુની નિવૃત્તિ ધર્મનું કારણ નથી, પરંતુ અધર્માભાવની પ્રયોજિકા હોય છે. કારણ કે નિષિદ્ધ પ્રવૃત્તિ અધર્મનું કારણ હોવાથી એની (નિષિદ્ધની) પ્રવૃત્તિના અભાવમાં અધર્મની ઉત્પત્તિ થતી નથી. આથી નિવૃત્તિનુ મહાપત્તા અહીં નિવૃત્તિ પદ માંસભક્ષણની નિવૃત્તિને જણાવનારું નથી પરંતુ પારિવ્રાજયને જણાવનારું છે. સર્વ સાવદ્યકર્મના ત્યાગ સ્વરૂપ એ પારિવ્રાજય હોવાથી તેનું મહાલત્વ માનવામાં કોઇ જ અનુપપત્તિ નથી. તેથી જ માંસમક્ષ રોષ .. ઇત્યાદિ બરાબર જ છે. આ પ્રમાણેની શંકાનું સમાધાન તથા.. ઈત્યાદિ ગ્રંથથી કરાય છે.
એનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ નિવૃત્તિસ્તુ મહાપા - એમાં કોઈ અનુપપત્તિ ન હોય તોપણ માંfમને રોકો... અહીં માંસભક્ષણમાં દુષ્ટતાના અભાવને જણાવવા હેતુ તરીકે પ્રાણીઓની પ્રવૃત્તિના વિષયવૈને જણાવ્યો છે. તેથી “માસમક્ષi (શાસ્ત્રીય માંસભક્ષણની અપેક્ષાએ) તુષ્ટત્વાભાવવત્ ભૂતપ્રવૃત્તિ વિષયા નાપનાદિવ” - આ પ્રમાણે અનુમાનનું સ્વરૂપ છે. એમાં હેતુ વ્યભિચારી છે. કારણ કે શાસ્ત્રબાહ્યમાંસભક્ષણ પ્રાણીઓ કરતા હોવાથી ભૂતપ્રવૃત્તિવિષયત્વ શાસ્ત્રબાહ્યમાંસભક્ષણમાં છે અને ત્યાં સુષ્ટત્વમાવવત્ત (અદુત્વ-દોષાભાવ) નથી. આ વ્યભિચારદોષના નિવારણ માટે હેતુમાં વિહિતત્વનો નિવેશ કરી લેવાય તો વ્યભિચાર નહીં આવે. કારણ કે વિહિત એવી પ્રવૃત્તિનું વિષયત્વ શાસ્ત્રબાહ્યમાંસભક્ષણમાં ન હોવાથી ત્યાં અદુત્વ ન હોય તોપણ દોષ નથી. પરંતુ આ રીતે પ્રવૃત્તિમાં “વિહિતત્વ' વિશેષણના ઉપાદાનથી વ્યભિચારનું વારણ કરવાથી ‘વિહિતત્વ' હેતુ જ બરાબર છે. ભૂતપ્રવૃત્તિવિષયત્વનું ઉપાદાન નિરર્થક છે. “માંસમક્ષમતુષ્ટ વિદિતા... ઇત્યાદિ અનુમાન પર્યાપ્ત છે.
યદ્યપિ “એ અનુમાનથી પણ શાસ્ત્રવિહિત માંસભક્ષણમાં અદુષ્ટત્વ સિદ્ધ થતું હોવાથી ભૂતપ્રવૃત્તિવિષયત્વનું ઉપાદાન નહીં કરીએ” – આ પ્રમાણે પૂર્વપક્ષી કહી શકે છે. પરંતુ માંસમાન(શાસ્ત્રવિદિતમાંસમક્ષ)મતુષ્ટ વિહિતત્વા આ અનુમાનમાં વિહિતત્વ હેતુ છે અને પક્ષ, ૨૬૦
ધર્મવ્યવસ્થા બત્રીશી
Page #264
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રવિહિત માંસભક્ષણ છે. પક્ષતાવચ્છેદક શાસ્ત્રવિહિતમાંસભક્ષણત્વ એટલે કે ખરી રીતે વિહિતત્વ છે. માંસભક્ષણ છે તેથી તેમાં અદુષ્ટત્વ નથી મનાતું પરંતુ તે વિહિત છે માટે તેમાં અદુષ્ટત્વ મનાય છે અર્થાત્ માંસભક્ષણત્વ સ્વરૂપે તેમાં અદુષ્ટત્વ સિદ્ધ કરાતું નથી પરંતુ વિહિતત્વરૂપે અદૃષ્ટત્વ સિદ્ધ કરાય છે. આથી સમજી શકાશે કે એ અનુમાનમાં પક્ષતાવચ્છેદક અને હેતુ બંને એક જ થાય છે. પક્ષહેત્વોરવિશેષાપત્તેજી અહીં પક્ષ પદ પક્ષતાવચ્છેદક૫૨ક છે... ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઇએ.
બીજું ઉત્સર્ગથી જેનો નિષેધ કરાયો છે તે; કોઇવાર કોઇ સ્થાને કોઇ વ્યક્તિને પુષ્ટ આલંબને ગુણનું કારણ બને તોપણ પોતાની દુષ્ટતાનો સ્વરૂપથી ત્યાગ કરતું નથી અર્થાત્ એ સ્વરૂપથી દુષ્ટ જ મનાય છે. જેમ વૈદ્યકશાસ્રનિષિદ્ધ સ્વેદકર્મ, તાવને દૂર કરવા માટે કરાય છે. પરંતુ તે સ્વરૂપથી તો દુષ્ટ જ મનાય છે તેમ ઉપર જણાવ્યા મુજબ ઉત્સર્ગથી નિષિદ્ધ એવું માંસભક્ષણ પ્રોક્ષિતાદિવિશિષ્ટ હોવા માત્રથી અદુષ્ટ નહિ મનાય. કારણ કે અહીં એવું કોઇ પુષ્ટ આલંબન અમને દેખાતું નથી; સિવાય કે અધર્મને વધારનાર કુતૂહલ. આથી સમજી શકાશે કે શાસ્ત્રીયમાંસભક્ષણસ્થળે એવા કુતૂહલને છોડીને બીજું કોઇ પુષ્ટાલંબન ન હોવાથી તે માંસભક્ષણ અદુષ્ટ નથી. આથી વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ ગ્રંથકારશ્રીની સ્યાદ્વાદકલ્પલતામાં જોવું જોઇએ. ૭-૧૬॥
માંસભક્ષણમાં દોષનું ઉદ્ભાવન કરીને હવે મદ્યપાનમાં દોષ જણાવાય છે—
मद्येऽपि प्रकटो दोषः श्रीहीनाशादिरैहिकः । सन्धानजीवमिश्रत्वान्महानामुष्मिकोऽपि च ॥७-१७॥
મઘેડીતિ—મઘેડપિ મધુપિ । પ્રટો રોષઃ । શ્રીÍક્ષ્મીઃ, હીર્નષ્ના, બાવિના વિવેાવિગ્રહ:, तन्नाशाद् । ऐहिक इहैव विपाकप्रदर्शकः । तथामुष्मिकोऽपि परभवे विपाकप्रदर्शकोऽपि । महान् दोषः । सन्धानेन जलमिश्रितबहुद्रव्यसंस्थापनेन जीवमिश्रत्वाद् जीवसंसक्तिमत्त्वात् । सन्धानवत्यप्याराला नात्र दोष इति चेन्न, शास्त्रेणैतदुष्टत्वबोधनात् । तदाह - " मद्यं पुनः प्रमादाङ्गं तथा सच्चित्तनाशनं । सन्धानदोषवत्तत्र न दोष इति साहसम् ||9||" मद्यस्यातिदुष्टत्वं च पुराणकथास्वपि श्रूयते । तथाहि“ कश्चिदृषिस्तपस्तेपे भीत इन्द्रः सुरस्त्रियः । क्षोभाय प्रेषयामास तस्यागत्य च तास्तकम् ||१|| विनयेन समाराध्य वरदाभिमुखं स्थितम् । जगुर्मद्यं तथा हिंसां सेवस्वाब्रह्म वेच्छया || २ || स एवं गदितस्ताभिर्द्वयोर्नरकहेतुताम् । आलोच्य मद्यरूपं च शुद्ध [द्धि] कारणपूर्वकम् || ३ || मद्यं प्रपद्य तद्भोगान्नष्टधर्मस्थितिर्मदात् । विदंशार्थमजं हत्वा सर्वमेव चकार सः || ४ || ततश्च भ्रष्टसामर्थ्यः स मृत्वा दुर्गतिं गतः । इत्थं दोषाकरो मद्यं विज्ञेयं धर्मचारिभिः ||५||” इति ।।७-१७।।
એક પરિશીલન
૨૬૧
Page #265
--------------------------------------------------------------------------
________________
-
“લક્ષ્મી અને લજ્જાનો નાશ વગેરે આ લોક સંબંધી પ્રગટ દોષ મદ્યપાનમાં છે તેમ જ સંધાનજીવોથી મિશ્ર હોવાથી પરલોકસંબંધી પણ મોટો દોષ છે.” – આ પ્રમાણે સત્ત૨મા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે મદિરાપાનમાં પ્રકટ દોષ છે. કારણ કે તેથી લક્ષ્મી, લજ્જા અને વિવેક વગેરેનો નાશ થાય છે. લક્ષ્મી વગેરેનો નાશ, આ લોકમાં વિપાક બતાવે છે તેથી તે ઐહિક (આ લોક સંબંધી) દોષ છે. તેમ જ મદ્યપાનમાં; પરલોકમાં વિપાકને બતાવનાર આમુષ્મિકપારલૌકિક પણ દોષ છે. કારણ કે જલમિશ્રિત ઘણાં પુષ્પાદિ દ્રવ્યના સંસ્થાપન સ્વરૂપ સંધાનના કારણે તે જીવયુક્ત છે. એ જીવોની વિરાધના મદ્યપાનથી થાય છે. તેથી પરલોકસંબંધી દોષ પણ છે. ‘સંધાનયુક્ત આરનાલ(ખાટી છાશ વગેરે) વગેરેની જેમ મદિરાપાનમાં દોષ નથી’ - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે શાસ્ત્રમાં ‘તે દુષ્ટ છે' – એમ જણાવ્યું છે. શ્રી અષ્ટકપ્રકરણમાં એ મુજબ જણાવ્યું છે કે મઘ પાંચ પ્રકારના પ્રમાદનું એક અંગ છે. સચ્ચિત્તનો એ નાશ કરનારું છે અને સંધાનના જીવોથી એ યુક્ત છે. તેથી ‘તેમાં દોષ નથી’ - એ પ્રમાણે કહેવું એ સાહસ (અવિચારી કૃત્ય) છે. મદ્યપાનથી વિરૂપતા, વ્યાધિઓ, સ્વજનોથી પરાભવ, કાર્ય કરવાના અવસરનો નાશ, દ્વેષ, જ્ઞાનનો નાશ, સ્મૃતિ અને મતિનો નાશ, સજ્જનોની સાથે વિયોગ અને ધર્મ અર્થ તથા કામની હાનિ વગેરે પ્રત્યક્ષસિદ્ધદોષો પ્રાપ્ત થતા હોય છે. છતાં મદ્યપાનમાં કોઇ દોષ નથી - એ કથન એટલે એક જાતની ધૃષ્ટતા છે.
મદ્યપાનની દુષ્ટતાને જણાવતાં પુરાણકથામાં જણાવ્યું છે કે– કોઇ એક ઋષિએ તપ તપ્યું. તેથી તે તપના પ્રભાવે તે ઇન્દ્ર થઇ જાય તો પોતાનું આસન નહીં રહે - એ ભયથી તે ઋષિને ક્ષોભ પમાડવા માટે ઇન્દ્રે દેવાંગનાઓને મોકલી. તે દેવીઓએ તે ઋષિની પાસે આવીને તેની વિનયપૂર્વક આરાધના કરી. વરદાનને આપવા માટે તત્પર થયેલા તે ઋષિને તે દેવીઓએ કહ્યું કે તમે મદ્યપાન કરો, હિંસાને કરો અથવા મૈથુનને સેવો ! તમારી ઇચ્છા પ્રમાણે ત્રણમાંથી કોઇ પણ એક કરો ! તે દેવીઓથી આ પ્રમાણે જણાવેલા તે ઋષિએ હિંસા અને મૈથુનને નરકના કારણ જાણીને તેમ જ મદિરા શુદ્ધ કારણોથી બનેલી છે ઃ એમ સમજીને મદિરાને પીવાનું સ્વીકાર્યું અને તેથી તેને પીવાથી જેની ધર્મમર્યાદાનો નાશ થયો છે એવા તે ઋષિએ મદથી મદ્યપાનના વિદંશ માટે બોકડાને મારીને બધું જ કર્યું અર્થાત્ મૈથુન પણ સેવ્યું, જેથી દેવીઓના કહ્યા મુજબ બધું ક૨વાથી સામર્થ્ય(તપના સામર્થ્ય)થી ભ્રષ્ટ થયેલો એવો તે ઋષિ મરીને દુર્ગતિમાં ગયો. આથી ધર્મને આચરનારાઓએ આ મઘને દોષની ખાણ તરીકે જાણવું. આથી સમજી શકાશે કે મદ્યપાન કેટલું દુષ્ટ છે. મદ્ય, વિષય (શબ્દાદિ), કષાય (ક્રોધાદિ), વિકથા અને નિદ્રા - આ પાંચ પ્રમાદ છે. પ્રમાદના અંગભૂત મંદિરા ઉભય રીતે દુષ્ટ છે. આ લોકના પ્રકટ દોષો અને પરલોકના અપ્રગટ દોષોનો વિચાર કરી મદિરાપાનથી દૂર રહેવું જોઇએ. II૭-૧૭
ધર્મવ્યવસ્થા બત્રીશી
૨૬૨
Page #266
--------------------------------------------------------------------------
________________
હવે મૈથુનને અદુષ્ટ માનનારની માન્યતાનું નિરાકરણ કરાય છે–
नियमेन सरागत्वाद् दुष्टं मैथुनमप्यहो ।
मूलमेतदधर्मस्य निषिद्धं योगिपुङ्गवैः ॥७-१८॥ नियमेनेति-नियमेन निश्चयेन । सरागत्वाद् “न तं विणा रागदोसेहिं” इति वचनाद् । अहो मैथुनमपि दुष्टम् । एतदधर्मस्य मूलं “मूलमेयमहम्मस्स” इत्याद्यागमात् । योगिपुङ्गवैर्भगवदिनिषिद्धं भगवत्यां तस्य महाऽसंयमकारित्वप्रतिपादनात् । तदुक्तं “मेहुणं भंते सेवमाणस्स केरिसए असंजमे कज्जति ? गोयमा ! से जहा णामए केइ पुरिसे बूरनलियं वा रूअनलियं वा तत्तेणं अउकणण्णं समभिधंसिज्जा मेहुणं सेवमाणस्स રિસઅલંનમે વMફ ”િ II૭-૧૮
નિયમે કરી રાગપૂર્વકનું હોવાથી અહો ! મૈથુન પણ દુષ્ટ છે. અધર્મનું એ મૂળ છે. યોગીઓમાં શ્રેષ્ઠ એવા શ્રી તીર્થકર પરમાત્માએ તેનો નિષેધ કર્યો છે.” - આ પ્રમાણે અઢારમાં
શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે મૈથુન ચોક્કસપણે રાગાદિથી થાય છે.” રાગ-દ્વેષ વિના મૈથુન થતું નથી' - આ વચન હોવાથી મૈથુન રાગપૂર્વક હોય છે – એ ચોક્કસ છે. રાગપૂર્વકની એ પ્રવૃત્તિ હોવાથી તે દુષ્ટ છે.
“પૂનમેમદમ' ઇત્યાદિ પાઠથી મૈથુન અધર્મનું મૂળ છે એ સિદ્ધ છે. યોગીજનોના પૂજય એવા શ્રી તીર્થંકરપરમાત્માએ તેનો નિષેધ કર્યો છે. ભગવતીસૂત્રમાં તેને મહાઅસંયમના કારણ તરીકે વર્ણવ્યું છે. ત્યાં ફરમાવ્યું છે કે- “ભદંત ! મૈથુનને સેવનારો કેવો અસંયમ કરે છે? ગૌતમ! જેમ કોઈ પુરુષ બૂરનલિકા કે રૂતનલિકાને તપેલા લોઢાના સળિયાથી નષ્ટ કરે તેમ મૈથુનને સેવનારો એવો અસંયમ કરે છે. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે જે રાગપૂર્વક થાય છે, અધર્મનું મૂળ છે અને અસંયમનું કારણ હોવાથી શ્રી તીર્થંકર પરમાત્મા વડે નિષિદ્ધ છે; તે દુષ્ટ જ છે. તેને અદુષ્ટ માનવાનું કોઈ પણ રીતે ઉચિત નથી. આમ પણ મૈથુનની દુષ્ટતા સર્વજનપ્રસિદ્ધ છે. //૭-૧૮ મૈથુનને અદુષ્ટ માનનારા બ્રાહ્મણોની માન્યતાને જણાવાય છે–
धर्मार्थं पुत्रकामस्य स्वदारेष्वधिकारिणः ।
ऋतुकाले न तद् दुष्टं क्षुधादाविव भोजनम् ॥७-१९॥ धर्मार्थमिति-धर्मार्थं धर्मनिमित्तं । पुत्रकामस्य सुतार्थिनः । “अपुत्रस्य हि धर्मो न भवति” “अपुत्रस्य गतिर्नास्ति' इत्यादिवचनात् । स्वदारेषु स्वकलत्रे । परकलत्रे वेश्यायां च तदधिगमस्यानर्थहेतुत्वाद् । अधिकारिणो गृहस्थस्य । ऋतुकाले आर्तवसम्भवावसरे, अन्यदा दोषभावात् । यदाह-"ऋतुकाले व्यतिक्रान्ते
એક પરિશીલન
૨૬૩
Page #267
--------------------------------------------------------------------------
________________
यस्तु सेवेत मैथुनम् । ब्रह्महत्याफलं तस्य सूतकं च दिने दिने ॥१॥ तन्मैथुनं न दुष्टं । भोजनमिव क्षुधादौ । उक्तकारणाश्रितं मैथुनमदुष्टं गतरागप्रवृत्तित्वाद् वेदनादिकारणाश्रितभोजनवदिति प्रयोगः ।।७-१९।।
“ધર્મ માટે પુત્રની ઇચ્છાવાળા અધિકારીને ઋતુકાળમાં પોતાની સ્ત્રીને વિશે મૈથુન; ક્ષુધાકાળમાં જેમ ભોજન દુષ્ટ નથી તેમ દુષ્ટ નથી.” આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે— ઊપુત્રસ્ય તિ ર્રાપ્તિ અને લપુત્રસ્ય હિ ધર્મો ન મત અર્થાત્ પુત્રરહિત માણસની સતિ નથી થતી અને પુત્રરહિત માણસને ધર્મ હોતો નથી... ઇત્યાદિ વચનોના આધારે સદ્ગતિ અને ધર્મની પ્રાપ્તિ માટે તે તે માણસને પુત્રને પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે. એ ઇચ્છાવાળા અધિકારી ગૃહસ્થને પોતાની પત્નીમાં મૈથુન દુષ્ટ નથી. પરંતુ આવા પણ ગૃહસ્થો જો પરસ્ત્રી કે વેશ્યામાં મૈથુન સેવે તો તે અનર્થનું જ કારણ બને છે. તેથી શ્લોકમાં સ્વવારેપુ આ પદ છે.
આ રીતે સ્વસ્ત્રીમાં પણ ઋતુકાળમાં જ ઉપર જણાવ્યા મુજબ મૈથુન દુષ્ટ નથી. અન્યથા ઋતુકાળને છોડીને બીજા કાળમાં તો મૈથુનમાં દોષ છે. એ વિષયમાં દોષ જણાવતાં કહ્યું છે કે, ‘ઋતુકાળ ગયે છતે જે મૈથુનને સેવે છે; તેને બ્રહ્મહત્યાના પાપનું ફળ પ્રાપ્ત થાય છે; અને દ૨૨ોજ સૂતક લાગે છે.’ આથી અહીં ૠતુને આ પદ છે. આથી સમજી શકાશે કે પ્રયોજનવિશેષે ઉપર જણાવ્યા મુજબ અધિકારી (વેદાદિનું અધ્યયન જેણે કરી લીધું છે) એવા ગૃહસ્થને મૈથુન દુષ્ટ નથી. ક્ષુધાની વેદના શમાવવા જેમ ભોજન દુષ્ટ નથી તેમ વિશિષ્ટ સંયોગોમાં તે રીતે મૈથુન પણ દુષ્ટ નથી. પારમાશ્રિત મૈથુનમનુષ્ય તરાપ્રવૃત્તિમત્ત્વાલ્ વેવાાિરાશ્રિતમોનનવત્ અર્થાત્ ધર્મ માટે પુત્રપ્રાપ્તિના કારણે સેવાતું મૈથુન દુષ્ટ નથી. કારણ કે રાગરહિત એ પ્રવૃત્તિ છે. વેદનાદિ કારણે કરાતું ભોજન જેમ રાગરહિત પ્રવૃત્તિ સ્વરૂપ હોવાથી દુષ્ટ નથી તેમ ઉક્ત, કા૨ણે સેવાતું મૈથુન પણ દુષ્ટ નથી. આ પ્રમાણે બ્રાહ્મણોની માન્યતા છે. II૭-૧૯।
બ્રાહ્મણોની એ માન્યતાનું નિરાકરણ કરાય છે—
नैवमित्थं स्वरूपेण दुष्टत्वान्निबिडापदि । श्वमांसभक्षणस्येवापवादिकनिभत्वतः ॥७-२०॥
नैवमिति एवं यथोक्तं प्राक्, तन्न, इत्थं पुत्रोत्पत्तिगुणार्थमाश्रयणे । आपवादिकनिभत्वतो विशेष - विध्यर्थप्रायत्वात् । निबिडापदि श्वमांसभक्षणस्येव । स्वरूपेण दुष्टत्वाद् । अयमभिप्रायः - यद्यप्यपवादेन श्वमांसाद्यासेव्यते तथापि तत्स्वरूपेण निर्दोषं न भवति । किं तर्हि, गुणान्तरकारणत्वेन गुणान्तरार्थिना तदाश्रीयते । एवं मैथुनं स्वरूपेण सदोषमप्याकौमाराद्यतित्वपालनासहिष्णुर्गुणान्तरापेक्षी समाश्रयते, सर्वथा निर्दोषत्वे त्वाकुमारत्वाद्यतित्वपालनोपदेशोऽनर्थकः स्याद् गार्हस्थ्यत्यागोपदेशश्चेति । धर्मार्थिनोऽपि पुंसो मैथुनविकारिणः कामोदयस्य तथाविधारम्भपरिग्रहयोश्च दोषयोरवश्यम्भावो दृश्यते । न च कामोद्रेकं ધર્મવ્યવસ્થા બત્રીશી
૨૬૪
Page #268
--------------------------------------------------------------------------
________________
विना मेहनविकारविशेषः सम्भवति भयाद्यवस्थायामिवेति । तदिदमुक्तं - " नापवादिककल्पत्वान्नैकान्तेનેત્યસક્તમ્” ।।૭-૨૦
‘ઉપર જણાવ્યા મુજબ કહેવાનું ઉચિત નથી, કારણ કે આપવાદિક જેવું હોવાથી ગાઢ (અત્યંત) આપત્તિના કાળમાં કરાતા શ્વાનમાંસના ભક્ષણની જેમ સ્વરૂપથી તો તે (મૈથુન) દુષ્ટ જ છે.” – આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે; ધર્માર્થ પુત્રામસ્ય... ઇત્યાદિ શ્લોકમાં જણાવેલી વાત બરાબર નથી. કારણ કે ધર્મ માટે પુત્રોત્પત્તિસ્વરૂપ ગુણના આલંબને મૈથુન સેવવાની પ્રવૃત્તિ આપવાદિક જેવી વિશેષવિધિરૂપ છે. અત્યંત આપત્તિમાં શ્વાનના માંસભક્ષણની પ્રવૃત્તિની જેમ સ્વરૂપથી તો દુષ્ટ જ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે અપવાદે જોકે શ્વાનનું માંસ વાપરે છે; પરંતુ તેમ કરનારા પણ સ્વરૂપથી તો તેને દુષ્ટ જ માને છે તેથી જ તો તે અંગે તેઓ પ્રાયશ્ચિત્ત સ્વીકારે છે. આવી જ રીતે સ્વરૂપે દુષ્ટ એવું પણ મૈથુન અપવાદે જ સેવાય છે. કુમારાવસ્થાથી જ સાધુપણાના પાલન માટે અસમર્થ એવા આત્માઓ ભવિષ્યમાં અનાચારાદિ દોષોથી બચવા સ્વરૂપ ગુણાંતરની અપેક્ષાએ મૈથુનને સેવે છે. આથી મૈથુન સ્વરૂપથી પણ દુષ્ટ ન હોય અને સર્વથા નિર્દોષ હોય તો કુમારાવસ્થાથી જ સાધુપણાના પાલન અંગે જે ઉપદેશ અપાય છે, તે નિરર્થક થઇ જશે અને ગૃહસ્થપણાના ત્યાગનો પણ ઉપદેશ અર્થહીન બનશે.
અપવાદે પણ ધર્મના અર્થીને સ્વરૂપથી દુષ્ટ એવા મૈથુનને સેવવાથી લિંગ(પુરુષચિહ્ન)ના વિકારવાળા કામના ઉદયથી યુક્ત એવા તેને આરંભ (હિંસા) અને પરિગ્રહનો દોષ તો અવશ્ય પ્રાપ્ત થાય છે. કામના ઉદય વિના લિંગના વિકારનો સંભવ નથી. ભય વગેરેની અવસ્થામાં એવા વિકાર ઉત્પન્ન થતા નથી. આથી આ વિષયમાં શ્રી અષ્ટકપ્રકરણમાં ફરમાવ્યું છે કે પૂર્વપક્ષી(બ્રાહ્મણો)નું કથન બરાબર નથી. કારણ કે એ મૈથુન આપવાદિક જેવું હોવાથી સર્વથા મૈથુનમાં દોષ નથી એ પ્રમાણે કહેવાનું સંગત નથી... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. ૫૭-૨૦ા उक्तार्थे मानमाह
આપવાદિક જેવું મૈથુન પણ દુષ્ટ છે : આ વાતનું સમર્થન કરાય છે—
वेदं ह्यधीत्य स्नायाद् यत् तत्रैवाधीत्यसङ्गतः । व्याख्यातस्तदसावर्थो बूते हीनां गृहस्थताम् ॥७-२१॥
वेदं हीति-यद्यस्मात् । वेदं ऋगादिकं । हिशब्दो वाक्यालङ्कारार्थः । अधीत्य पठित्वा । स्त्रायात् कलत्रसङ्ग्रहाय स्वानं कुर्याद् । इत्यत्र वेदवाक्ये वेदव्याख्यातृभिरेवाध्याहृत एवकारः । सङ्गतोऽधीत्यपदसमभिव्याहृतो व्याख्यातः । वेदानधीत्यैव स्त्रायात्, न त्वनधीत्येत्यवधारणात्तत्तस्माद्वेदमधीत्य स्त्रायादेवेत्यनवधारणाद् । असावर्थो गृहस्थतां कलत्रसङ्ग्रहलक्षणां हीनामौत्सर्गिकमैथुन
એક પરિશીલન
૨૬૫
Page #269
--------------------------------------------------------------------------
________________
परिहारापेक्षया जघन्यमापवादिकी बूते । तदुक्तं-“वेदं ह्यधीत्य स्नायाद्यदधीत्यैवेति शासितम् । सायादेवेति ન તુ યત્તતો હીનો પૃહાશ્રમ: II9ll તત્ર વૈતતિ” |-૨ા.
“વેદનું અધ્યયન કર્યા પછી સ્નાન કરવું જોઇએ - આ અર્થને જણાવનારા વેવં સધીત્વ નાયા આ પાઠમાં તેના વ્યાખ્યાતાઓએ જ કારણથી પીત્યસંગત વિકારનો અધ્યાહાર કર્યો છે. તેથી તે; ગૃહસ્થાવસ્થાની હીનતાને જણાવે છે.' - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે “રેવં વીત્ય નાણા અર્થાત્ ઋગુ વગેરે વેદનું અધ્યયન કરીને પત્નીના સંગ્રહ માટે સ્નાન કરવું જોઇએ - આ પ્રમાણે પાઠ છે. એ પાઠના વ્યાખ્યાતાઓએ સવીત્યા પછી વ પદનો અધ્યાહાર કરીને એ જણાવ્યું છે કે વેદનું અધ્યયન કર્યા પછી જ પત્નીના સંગ્રહ માટે સ્નાન કરવું જોઇએ. વેદાધ્યયન કર્યા પછી સ્નાન કરવું જ પત્નીનો સંગ્રહ કરવો જ) જોઈએ આવા અર્થને જણાવનાર વનો અધ્યાહાર નાયા આ પદ પછી કર્યો નથી. પત્નીનો સંગ્રહ કરવો હોય તો તે વેદાધ્યયન પછી જ કરવો, વેદાધ્યયન પૂર્વે નહિ. આવો અર્થ તેઓએ જણાવ્યો છે. તેથી વેદનું અધ્યયન કર્યા પછી પત્નીના સંગ્રહ માટે સ્નાન કરવું જ જોઈએ એવો અર્થ થતો નથી.
એથી સમજી શકાશે કે પત્નીના સંગ્રહ સ્વરૂપ ગૃહસ્થતાને; ઉત્સર્ગથી સર્વથા મૈથુનના પરિહારની અપેક્ષાએ આપવાદિક-જઘન્ય(હીન) જણાવાય છે. આ વાતને અનુલક્ષીને શ્રી અષ્ટકપ્રકરણમાં જણાવ્યું છે કે “વેદં સીત્ય સ્નાયા આ પદની વ્યાખ્યા કરતી વખતે અધ્યયન કરીને જ સ્નાન કરવું એમ જણાવ્યું છે. અધ્યયન કરીને સ્નાન કરવું જ એવો અર્થ જણાવ્યો નથી. તેથી ગૃહસ્થાશ્રમ(પત્નીનો સંગ્રહ કરવા સ્વરૂપ ગૃહસ્થતા) હીન છે. આ ગૃહસ્થાવસ્થામાં મૈથુન છે, તેથી તે પણ હીન છે.” - એ સમજી શકાય છે. I૭-૨૧ાા દીન-ગૃહસ્થાશ્રમમાં મૈથુન છે : આમ કહેવાના આશયને જણાવાય છે–
अदोषकीर्तनादस्य प्रशंसा तदसङ्गता ।
विध्युक्तेरिष्टसंसिद्ध बहुलोकप्रवृत्तितः ॥७-२२॥ अदोषेति-तत्तस्माद् । अस्य मैथुनस्य । अदोषकीर्तनाद् दोषाभावप्रतिपादनात् । “न च मैथुन" इति वचनेन प्रशंसाऽसङ्गताऽन्याय्या । विध्युक्तेराप्तत्वाभिमतकृतप्रशंसया विध्युन्नयनाद् । इष्टसंसिद्धेरिष्टसाधनत्वनिश्चयात् । परलोकभयनिवृत्तेर्बहूनां लोकानां तत्र प्रवृत्तितः ।।७-२२।।
હીન એવા ગૃહસ્થપણામાં મૈથુન હોવાથી તેમાં દોષ નથી એવું કહેવાના કારણે થતી મૈથુનની પ્રશંસા સંગત નથી. કારણ કે આ રીતે થતી પ્રશંસાના કારણે તેના વિધિનું જ્ઞાન થવાથી ઈષ્ટસાધનતાના જ્ઞાનને લઈને તેમાં (મૈથુનમાં) ઘણા લોકોની પ્રવૃત્તિ થાય છે. - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે.
૨૬૬
ધર્મવ્યવસ્થા બત્રીશી
Page #270
--------------------------------------------------------------------------
________________
આશય એ છે કે “ માંસખસને રોષો ન મ ર ર શુને આ રીતે મૈથુનમાં દોષાભાવનું પ્રતિપાદન થવાના કારણે થતી તેની પ્રશંસા સંગત નથી. અર્થાત્ યોગ્ય નથી. આવી પ્રશંસા કરવાથી તે આ પુરુષોને માન્ય છે; એમ સમજાયાથી ‘તે વિહિત છે'; એવું વિધિજ્ઞાન થાય છે. વિહિતમાં ઇષ્ટસાધનતાનું જ્ઞાન થવાથી પરલોકમાં એ અનિષ્ટપ્રદ નથી બનતું; એમ માનીને ઘણા લોકોનો પરલોકનો ભય જતો રહે છે અને તેથી નિઃશંકપણે તેઓ તેમાં પ્રવૃત્તિ કરનારા બને છે. આથી “ના મૈથુનો' ઇત્યાદિ કથન દ્વારા કરાતી મૈથુનની પ્રશંસા અસંગત છે... ઇત્યાદિ શાંતિચિત્તે વિચારવું જોઈએ. અપવાદ પણ કરાતી પ્રવૃત્તિ બધા માટે ઉપાદેય નથી – એ યાદ રાખવું જોઇએ. અન્યથા માર્ગ અને ઉન્માર્ગ વચ્ચેનો ભેદ સમજવાનું શક્ય નહિ બને. દુષ્ટ કામ કરવું અને દુષ્ટ કામનો ઉપદેશ આપવો: એ બંનેમાં જે ફરક છે તે આપણે સમજી શકીએ છીએ. ધર્મના નામે કેવી કેવી દુષ્ટ પ્રવૃત્તિઓનું વિધાન થાય છે એનો આથી સ્પષ્ટપણે ખ્યાલ આવી જાય છે. મિથ્યાત્વ અને કદાગ્રહ આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપથી ખૂબ જ દૂર રાખે છે. જે વાત લોકને સમજાય છે તે વાત જ્યારે કહેવાતા શાસ્ત્રકારોને ન સમજાય ત્યારે ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ સર્જાય છે. અન્યદર્શનો લગભગ આવી જ પરિસ્થિતિથી ગ્રસ્ત છે. ધર્મ માટે પુત્રની જરૂર છે અને તે માટે મૈથુનની આવશ્યકતા છે. ખૂબ જ વિચિત્ર અને બુદ્ધિહીન એ વાત છે. I૭-રરા આપવાદિક પણ મૈથુનની દુષ્ટતા બીજી રીતે જણાવાય છે–
निवृत्तिः किं च युक्ता भोः सावद्यस्येतरस्य वा ।
आद्ये स्याद् दुष्टता तेषामन्त्ये योगाद्यनादरः ॥७-२३॥ __निवृत्तिरिति-किं च भोः सावद्यस्य कर्मणो निवृत्तियुक्ता धर्मकारिणीतरस्यानवद्यस्य वा? आये पक्षे तेषां मांसमद्यमैथुनानां दुष्टता स्याद्, अन्त्ये पक्षे योगादेरनादरः स्यात्, अनवद्यस्य मांसादेरिव निवृत्तेः, રૂષ્ટત્વતિ ન વિચિતત્ II૭-૨રૂા
“નિવૃત્તિ; સાવદ્યની યુક્ત હોય છે કે અસાવઘની? સાવદ્યની નિવૃત્તિ હોય છે – એ માનવામાં આવે તો માંસ, મદિરા અને મૈથુનને દુષ્ટ (સાવઘ) માનવાનો પ્રસંગ આવશે અને નિરવઘની નિવૃત્તિ હોય છે – એમ માનવામાં આવે તો યોગાદિનો અનાદર થશે.” આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે “માંસભક્ષણ મદ્યપાન અને મૈથુનસેવનમાં કોઈ દોષ નથી. પરંતુ તેની નિવૃત્તિ મહાફળનું કારણ છે.” - આ પ્રમાણેની માન્યતાવાળા બ્રાહ્મણવાદીને પૂછવાનું કે સાવદ્યની નિવૃત્તિ મહાફળવાળી છે કે પછી નિરવઘની નિવૃત્તિ મહાફળવાળી છે?
આમાંથી પ્રથમ પક્ષનો સ્વીકાર કરી સાવઘની નિવૃત્તિને ધર્મના કારણ તરીકે જણાવાય તો માંસ, મદ્ય અને મૈથુનને દુષ્ટ માનવા પડશે. કારણ કે તેની નિવૃત્તિને મહાફળવાળી-ધર્મકારણ એક પરિશીલન
૨૬૭
Page #271
--------------------------------------------------------------------------
________________
તરીકે વર્ણવી છે. આથી છેલ્લો પક્ષ સ્વીકારીને નિરવઘની નિવૃત્તિ ધર્મનું કારણ છે એમ જણાવાય તો યોગાદિના અનાદરનો પ્રસંગ આવશે. કારણ કે નિરવઘ યોગ, યોગનાં અંગો વગેરેની નિવૃત્તિ મહાફળને આપનારી હોય તો માંસાદિની નિવૃત્તિની જેમ અનવદ્ય યોગાદિની નિવૃત્તિ ઈષ્ટ છે. પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિ જ ઈષ્ટ છે. તેથી યોગાદિમાં આદર નહીં રહે. આથી સમજી શકાશે કે માંસભક્ષણાદિમાં દોષ નથી. પરંતુ તેની નિવૃત્તિ મહાફળને આપનારી છે.” - આ વાતમાં તથ્ય નથી. II૭-૨૩ કેટલાક લોકોની મૈથુન અંગેની જે માન્યતા છે તે જણાવવા પૂર્વક તેનું નિરાકરણ કરાય છે
माध्यस्थ्यं केचिदिच्छन्ति गम्यागम्याविवेकतः ।
तन्नो विपर्ययादेवानर्गलेच्छानिरोधतः ॥७-२४॥ माध्यस्थ्यमिति केचिन्मण्डलतन्त्रवादिनः । गम्यागम्ययोरविवेकतो व्यवस्थानाद् माध्यस्थ्यमिच्छन्ति। अन्यथा गम्यायां रागेण अगम्यायां च द्वेषादिना माध्यस्थ्यभङ्गात् । समप्रवृत्तौ च न सङ्क्लेश इति । तन्नो नैव युक्तं । विपर्ययादेव गम्यागम्यविवेकादेव । अनर्गलाया अमर्यादाया इच्छाया मोहविकाररूपाया निरोधतः । निरुद्धायाश्चेच्छायाः स्वल्पेन्धनाग्नेरिव स्वल्पकालस्थितिकत्वादेशनिवृत्तिगर्भत्वेन च माध्यस्थ्यबीजत्वमिति गम्यागम्यविवेकधर्माहितशुभाशयादेव चाचिरेण परममाध्यस्थ्यमप्युपपद्यत इति भावः ।।७-२४॥
“ગમ્ય અને અગમ્યના વિવેકના અભાવે માધ્યથ્યને કેટલાક લોકો માને છે - તે યુક્ત નથી. કારણ કે ખરી રીતે તો ગમ્ય અને અગમ્યના વિવેકથી જ મર્યાદા બહારની ઇચ્છાનો નિરોધ થતો હોવાથી માધ્યથ્ય પ્રાપ્ત થાય છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કેટલાક મંડલતંત્રવાદીઓનો કહેવાનો આશય એ છે કે મૈથુન સેવવામાં ગમ્ય કે અગમ્યનો વિવેક કરવામાં આવે તો રાગ-દ્વેષના અભાવ સ્વરૂપ માધ્યસ્થ રહેતું નથી. કારણ કે ગમ્ય સ્ત્રીમાં મૈથુન સેવવાથી રાગ થાય છે અને અગમ્ય સ્ત્રીની પ્રત્યે દ્વેષ વગેરે થાય છે. તેથી ગમ્ય અને અગમ્ય વ્યક્તિને વિશે સમાન પ્રવૃત્તિ થવાથી માધ્યથ્ય જળવાય છે, સંક્લેશ થતો નથી.
પરંતુ આ પ્રમાણે મંડલતંત્રવાદીઓનું કથન યુક્ત નથી. કારણ કે ગમ્યાગમના અવિવેકથી નહિ પણ તેના વિપર્યયથી એટલે કે ગમ્યાગમના વિવેકથી જ સંક્લેશ દૂર થાય છે. રાગ-દ્વેષની પરિણતિને સંક્લેશ કહેવાય છે. ગમ્યાગમ્યના અવિવેકના કારણે મૈથુનની ઇચ્છા અનર્ગલ-હદ ઉપરાંત હોય છે. ગમ્યાગમના વિવેકથી મોહના વિકાર સ્વરૂપ એ ઇચ્છાનો નિરોધ થવાથી સહજ રીતે જ સંક્લેશ નાશ પામે છે. નિરોધ કરાયેલી ઇચ્છા, અલ્પ બળતણવાળા અગ્નિની જેમ ખૂબ જ અલ્પકાળ રહેતી હોય છે. ગમ્યાગમ્યના વિવેકથી અગમ્યની નિવૃત્તિને લઇને દેશથી નિવૃત્તિથી યુક્ત ઇચ્છાનો નિરોધ થાય છે. તેથી નિરુદ્ધ (વિવેકથી નિરોધ કરાયેલી) ઇચ્છા માધ્યશ્મનું કારણ બને છે. આથી સ્પષ્ટ છે કે આ રીતે ગમ્યાગમ્યના વિવેકથી ઉત્પન્ન
૨૬૮
ધર્મવ્યવસ્થા બત્રીશી
Page #272
--------------------------------------------------------------------------
________________
થયેલ શુભ આશય(અગમ્યથી નિવૃત્ત થવાદિના શુભ આશય)થી અલ્પકાળમાં જ પરમ કોટિનું માધ્યચ્ય પ્રાપ્ત કરાય છે.
અહીં યાદ રાખવું જોઈએ કે રાગ-દ્વેષાદિના અભાવ સ્વરૂપ સંક્લેશાભાવને માધ્યય્ય કહેવાય છે. અપ્રશસ્ત વિષયમાં પ્રવૃત્તિ કરવી પડે અને કરીએ એ બેમાં ઘણું અંતર છે. અપ્રશસ્ત વિષયથી નિવૃત્તિ જેટલી વધારે થશે એટલી સંક્લેશની નિવૃત્તિ પણ વધારે થશે. જ્ઞાનાદિ પ્રશસ્ત વિષયમાં જેટલી પ્રવૃત્તિ વધશે તેટલી સંક્લેશની નિવૃત્તિ પણ અધિક પ્રમાણમાં થશે, જે માધ્યસ્થનું એકમાત્ર બીજ છે. “અપ્રશસ્ત વિષયમાં પ્રવૃત્તિ કરવી, પણ નિર્લેપભાવે કરીએ; તેથી માધ્યચ્ય પ્રાપ્ત થાય છે.” : આવી માન્યતા લગભગ આજે પ્રચલિત છે. વાસ્તવિકતા તો એ છે કે એવી પ્રવૃત્તિ કરવી પડે તો નિર્લેપ રહેવું એ માધ્યય્યનું બીજ છે. એ બંનેમાં જે ફરક છે તે ન સમજાય એવો નથી. “રાગદ્વેષ વગર કરવું અને કરતી વખતે રાગદ્વેષ ન કરવા': આ બે વચ્ચેનો ભેદ સમજ્યા વિના માધ્યચ્ય બંન્નેમાં પગ રાખવા માટે ઉપયોગી બનશે. બંન્નેમાંથી પગ નીકળી જાય : એ માટે જે કરવું પડે તે કરવાથી માધ્યચ્ય સચવાય છે. વર્તમાનમાં જે માધ્યચ્ય પ્રસિદ્ધ છે; તે વાસ્તવિક નથી... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. II૭-૨૪
ઉપર જણાવ્યા મુજબ ભક્ષ્યાભઢ્ય અને ગમ્યાગમ્યના વિવેકનું વ્યવસ્થાપન કરીને તપવિશેષનું સમર્થન કરાય છે. તેમાં પ્રથમ તપનો અનાદર કરનારના અભિપ્રાયને જણાવાય છે–
नाद्रियन्ते तपः केचिद् दुःखरूपतयाऽबुधाः ।
आर्तध्यानादिहेतुत्वात् कर्मोदयसमुद्भवात् ॥७-२५॥ नेति-केचिबुधाः । तपो दुःखरूपतया नाद्रियन्ते, सर्वेषामेव दुःखिनां तपस्वित्वाविशेषापत्तेः, दुःखविशेषेण च तद्विशेषप्रसङ्गात् । तदाह-“सर्व एव च दुःख्येवं तपस्वी सम्प्रसज्यते । विशिष्टस्तद्विशेषेण सुधनेन धनी यथा ॥१॥ महातपस्विनश्चैवं तन्नीत्या नारकादयः । शमसौख्यप्रधानत्वाद् योगिनस्त्वतपस्विनः ॥२॥ इति । दुःखरूपत्वं चोपवासादिरूपस्य तपसः कायपीडारूपस्यार्तध्यानादिहेतुत्वात् । तदाह-“आहारवर्जिते देहे धातुक्षोभः प्रजायते । तत्र चाधिकसत्त्वोऽपि चित्तभ्रंशं समश्नुते ।।१।।” तथा कर्मोदयादसातवेदनीयोदयात् समुद्भवादुत्पत्तेः ज्वरादिवत् । ततश्चानर्थहेतुत्वात्त्याज्यमेव न तु लोकरूढ्या વર્તવ્યનિતિ માવઃ II૭-૨૦I.
કેટલાક લોકો; આર્તધ્યાનાદિનું કારણ હોવાથી અને કર્મના ઉદયથી થતું હોવાથી દુઃખરૂપ એવા તપનો આદર કરતા નથી.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કેટલાક અબુધ લોકો તપનો આદર કરતા નથી. કારણ કે તે દુઃખસ્વરૂપ છે. દુઃખસ્વરૂપ હોવા છતાં તેને જો તપ તરીકે મનાતું હોય તો બધા જ દુઃખી જનોને તપસ્વી સ્વરૂપ માનવા પડશે. દુઃખવિશેષને લઇને તો તપવિશેષનો પ્રસંગ આવશે. આ આશયને જણાવતાં એક પરિશીલન
૨૬૯
Page #273
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટક પ્રકરણમાં જણાવ્યું છે કે - “બધા જ દુઃખી લોકોને આ રીતે તપસ્વી માનવા પડશે; દુઃખવિશેષના કારણે વિશિષ્ટ તપસ્વી માનવા પડશે. જેમ ધનવિશેષના કારણે ધનવાન કહેવાય છે તેમ દુઃખવિશેષના કારણે તપસ્વી માનવાનો પ્રસંગ આવશે. આ રીતે તો મહાદુઃખી એવા નારકીઓને મહાતપસ્વી માનવા પડશે અને શમના સુખના કારણે જેઓ પરમસુખી છે એવા યોગી જનોને અતપસ્વી માનવા પડશે.
ઉપવાસાદિ તપને તે અબુધ લોકો દુઃખસ્વરૂપ માને છે. કારણ કે તે કાયપીડા સ્વરૂપ તપ આર્તધ્યાનાદિનું કારણ છે. આ પ્રમાણે શ્રી અષ્ટકપ્રકરણમાં કહ્યું છે કે – “આહારથી વજિત એવા શરીરમાં ધાતુઓનો ક્ષય થાય છે. તે અવસ્થામાં અધિક સત્ત્વવાળા જીવોને પણ ચિત્તભ્રંશ થાય છે.' - આથી સ્પષ્ટ છે કે આર્તધ્યાનાદિનું કારણ હોવાથી તપ દુઃખ-સ્વરૂપ છે તેમ જ અશાતાવેદનીયકર્મના ઉદયથી તપનો ઉદ્ભવ હોવાથી તાવ વગેરેની જેમ તપ દુઃખસ્વરૂપ છે. આથી સમજી શકાશે કે અનર્થનું કારણ હોવાથી આ તપ ત્યાગ કરવા યોગ્ય છે. લોકની માન્યતા મુજબ न ि२j मे. - माई 32413 ५२मार्थथी. मदो छ. ॥७-२५॥ અબુધ લોકોની માન્યતાનું નિરાકરણ કરાય છે–
यथासमाधानविधेरन्तः सुखनिषेकतः ।
नैतज्ज्ञानादियोगेन क्षायोपशमिकत्वतः ॥७-२६॥ यथेति नैतत्परोक्तं युक्तं । यथासमाधानं मनइन्द्रिययोगानां समाधिमनतिक्रम्य विधेः “सो य तवो कायव्वो जेण मणो मंगुलं ण चिंतेइ । जेण ण इंदियहाणी जेण य जोगा ण हायति ।।१।।” इत्यागमेन विधानाद् । अन्तर्मनसि भावारोग्यलाभसम्भावनातः । सुखस्य निषेकतो निक्षेपाद् । इत्थमपि कदाचित्कस्यचिद्रवन्त्या अपि देहपीडाया आर्तध्यानाद्यहेतुत्वाद् बंहीयसा मानससुखेनाल्पीयस्याः कायपीडायाः प्रतिरोधात् । तदुक्तं-“मनइन्द्रिययोगानामहानिश्चोदिता जिनैः । यतोऽत्र तत्कथं न्वस्य युक्त्या (क्ता) स्याद्दुःखरूपता ।।१।। यापि चानशनादिभ्यः कायपीडा मता (मनाक्) क्वचित् । व्याधिक्रियासमा सापि नेष्टसिद्ध्यात्र बाधनी ॥२।। दृष्टा चेष्टार्थसंसिद्धौ कायपीडा ह्यदुःखदा । रलादिवणिगादीनां तद्वदत्रापि भाव्यताम् ॥३॥” इति । तथा ज्ञानादीनामादिना शमसंवेगसुखब्रह्मगुप्त्यादिग्रहः, योगेन सम्बन्धेन । क्षायोपशमिकत्वतश्चारित्रमोहनीयकर्मक्षयोपशमसमुद्रवत्वान्न तप औदयिकत्वादनादरणीयं । तदाह“विशिष्टज्ञानसंवेगशमसारमतस्तपः । क्षायोपशमिकं ज्ञेयमव्याबाधसुखात्मकम् ।।१।।" शमादय एव क्षायोपशमिका न तु तप इति चेन्न गुणसमुदायरूपस्य तपसोऽशविवेचनेन पृथक्करणेऽतिप्रसङ्गात् । क्रोधादिदोषविरोधेन शमादीनामिव प्रमादादिदोषविरोधेन तपसोऽप्यात्मगुणत्वाच्च । क्वचिदार्तध्यानादिदोषसहचरितत्वदर्शनेन तपसस्त्याज्यत्वे च क्वचिदहङ्कारादिसहचरितत्वाज्ज्ञानमपि त्याज्यं स्यात् । विवेकिनां ज्ञानं न तथेति चेद्विवेकिनां तपोऽप्येवमिति समानमुत्पश्यामः ।।७-२६।। ૨૭૦
ધર્મવ્યવસ્થા બત્રીશી
Page #274
--------------------------------------------------------------------------
________________
“તપને દુઃખસ્વરૂપ માનનારા અબુધ લોકોની માન્યતા બરાબર નથી. કારણ કે તે તપ મન અને ઇન્દ્રિયોની સમાધિનું અતિક્રમણ કર્યા વિના કરાય છે. તે વખતે આંતરિક સુખની પ્રાપ્તિ થતી હોય છે તેમ જ જ્ઞાનાદિપૂર્વક તે તપ કરાતું હોવાથી ક્ષાયોપશમિક છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ ‘આર્તધ્યાનાદિનું કારણ હોવાથી અને કર્મના કારણે ઉદ્ભવતું હોવાથી દુ:ખસ્વરૂપ તપ આચરવા જેવું નથી.’ . આ પ્રમાણેની પૂર્વપક્ષીની માન્યતા બરાબર નથી. કારણ કે મન અને ઇન્દ્રિયોના યોગોની સમાધિનું ઉલ્લંઘન કર્યા વિના અર્થાત્ એ યોગોને અસમાધિ ન થાય એ રીતે તપ કરાય છે. આગમમાં જણાવ્યું છે કે તપ એવી રીતે કરવાનો છે કે જેથી મન ખરાબ વિચાર ન કરે, ઇન્દ્રિયોની હાનિ ન થાય અને સંયમના જ્ઞાનાદિ યોગોની હાનિ ન થાય. આ રીતના વચનથી તપ કરાય છે તેથી તે દુ:ખસ્વરૂપ થતો નથી તેમ જ આર્તધ્યાનનું કારણ પણ બનતો નથી. પરંતુ તેવા પ્રકારની તપની આરાધનાથી ભાવારોગ્યના લાભની સંભાવનાથી મનમાં સુખની પ્રાપ્તિ થાય છે.
આમ છતાં કોઇ વાર કોઇ તપસ્વીને દેહને પીડા થતી હોવા છતાં પુષ્કળ એવા માનસિક સુખના કારણે અલ્પ એવી શરીરની પીડાનો પ્રતિરોધ થાય છે. અર્થાત્ શરીરની પીડા, પીડારૂપે જણાતી નથી. આ જ વિષયમાં શ્રી અષ્ટકપ્રકરણમાં ફરમાવ્યું છે. ‘મન, ઇન્દ્રિયો અને સંયમના યોગોની હાનિ અહીં (તપમાં) થતી નથી; તો કઇ રીતે આ તપની દુઃખરૂપતા વર્ણવાય છે ? અનશનાદિ તપને લઇને જે કોઇ વાર કાયપીડા થાય છે; તે રોગની ચિકિત્સા વખતની પીડાની જેમ ઇષ્ટ એવા ફળ(નિર્જરાદિ)ની સિદ્ધિના કારણે ફળની પ્રત્યે બાધક બનતી નથી. ઇષ્ટ અર્થની સિદ્ધિ થતી હોય તો કાયાની પીડા દુઃખને આપનારી બનતી નથી : એ લોકમાં પ્રત્યક્ષસિદ્ધ છે. રત્નોનો વ્યાપાર કરનારા વ્યાપારીના દૃષ્ટાંતથી અહીં પણ એ રીતે વિચારવું જોઇએ.
તેમ જ જ્ઞાન, શમ, સંવેગ અને બ્રહ્મચર્યની ગુપ્તિ વગેરેના સંબંધવાળો તપ; ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી થાય છે. તેથી તે ઔદયિકભાવથી થયેલો ન હોવાથી અનાદર કરવા યોગ્ય નથી. શ્રી અષ્ટકપ્રકરણમાં એ વાત જણાવતાં ફરમાવ્યું છે કે ‘સમ્યગ્દર્શનાદિના કારણે વિશિષ્ટ બનેલા જ્ઞાન, સંવેગ અને ઉપશમ વગેરેની પ્રધાનતાથી યુક્ત હોવાથી ક્ષાયોપશમિકભાવનો તપ જાણવો જોઇએ. તે તપ અવ્યાબાધ સુખ સ્વરૂપ છે.
‘જ્ઞાન, શમ અને સંવેગાદિના સંબંધવાળો તપ ખરી રીતે તો ઔયિકભાવનો જ છે. એમાં શમ, જ્ઞાન અને સંવેગ વગેરે ક્ષયોપશમભાવના છે.’ - આવી શંકા કરવી ના જોઇએ. કારણ કે જ્ઞાનાદિસમન્વિત જ અનશનાદિ તપ ગુણના સમુદાય સ્વરૂપ છે. કેવલ અનશનાદિસ્વરૂપ તપ નથી. ગુણના સમુદાય સ્વરૂપ તપમાંથી જ્ઞાનાદિ અંશોને ક્ષાયોપશમિકભાવના માનીને કેવલ અનશનાદિને તપ માનવામાં આવે તો માત્ર અનશનાદિને કરનારા ભિખારીઓને પણ તપસ્વી માનવાનો પ્રસંગ આવશે. ભિખારી વગેરેના અનશનાદિને કોઇ જ તપ તરીકે વર્ણવતું નથી. તેથી એક પરિશીલન
૨૭૧
Page #275
--------------------------------------------------------------------------
________________
તે અતિપ્રસંગના નિવારણ માટે જ્ઞાનાદિસમન્વિત જ અનશનાદિને તપ મનાય છે. માત્ર અનશનાદિ સ્વરૂપ અંશને લઇને તપને ઔદયિક માનવાનું ઉચિત નથી. પરંતુ ખરી રીતે તો તપ આત્માના ગુણ સ્વરૂપ છે. ક્રોધાદિ કષાયના નિરોધ વડે ઉત્પન્ન થનારા શમાદિ ગુણો; જેમ આત્માના ગુણો છે તેમ પ્રમાદ, આહાર સંજ્ઞા વગેરે દોષોના નિરોધ વડે પ્રાપ્ત થનાર તપ પણ આત્માનો ગુણ છે. તેથી આત્મગુણસ્વરૂપ તપને ઔદયિક માનીને અનાદરણીય કઈ રીતે મનાય?
ગમે તે કારણે જેઓ આર્તધ્યાનને વશ થયા હોય અને ત્યારે કોઈ પણ રીતે તપ કરે; તેથી કોઈ વાર આર્તધ્યાનાદિદોષસહચરિત તપ જોવા મળે એટલા માત્રથી તપને ત્યાજ્ય કોટિનો માનવાનું યોગ્ય નથી. આમ તો કોઈ વાર અહંકારાદિ દોષથી સમન્વિત પણ જ્ઞાન જોવા મળે છે, તેથી કાંઈ જ્ઞાનને ત્યાજ્ય ન મનાય તેમ આર્તધ્યાનાદિ સહચરિત તપ જોવા મળે તેટલા માત્રથી તપને ત્યાજ્ય ન મનાય. “વિવેકી લોકો માટે જ્ઞાન અહંકારનું કારણ બનતું ન હોવાથી તે ત્યાજ્ય બનતું નથી.' - આ પ્રમાણે જો કહી શકાતું હોય તો “વિવેકી જનો માટે તપ પણ દુઃખસ્વરૂપ બનતો ન હોવાથી તે ત્યાજ્ય બનતો નથી” – આ પ્રમાણે કહેવાનું યુક્ત જ છે.
અબુધ લોકોની માન્યતાનું નિરાકરણ કરતાં જે વાત કરી છે, તેનો ખ્યાલ તપ કરનારાએ અવશ્ય રાખવો જોઇએ. જ્ઞાન, શમ, સંવેગ અને બ્રહ્મગુપ્તિથી સંબદ્ધ જ તપને અહીં તપ તરીકે વર્ણવાનું તાત્પર્ય છે. જ્ઞાનાદિથી રહિત તપને તપ તરીકે વર્ણવવાનો અહીં ઉદેશ નથી. તપની લાયોપથમિકતા તપની સાથે જે જ્ઞાનાદિ છે; તેને લઇને છે. અન્યથા તો તે તપ ઔદયિકભાવસ્વરૂપ હોવાથી ત્યાજ્ય બને છે. ક્ષાયોપથમિકભાવના તપને આરાધવાનું ખૂબ જ અઘરું છે. વર્તમાન તપનો મહિમા જે રીતે વધી રહ્યો છે, એ જોતાં તો એમ જ લાગે કે ક્ષાયોપથમિકભાવના તપની પ્રાપ્તિ શક્ય નથી. આ વિષયમાં થોડું વિચારવાનું આવશ્યક છે. માત્ર અનશન જ જાણે તપ ન હોય એ રીતે આજે તપનો મહિમા વધારવાનું પૂરજોશમાં ચાલી રહ્યું છે. એને અટકાવવાનું કઈ રીતે શક્ય બને : તે વિચાર્યા વિના ચાલે એવું નથી. અબુધ લોકોની માન્યતા મુજબ તપને ત્યાજ્ય માનવાની અહીં વાત નથી. પરંતુ અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલા તપની વ્યવસ્થા કરવાની અહીં વાત છે. જ્ઞાનાદિસમન્વિત જ તપનું અહીં વ્યવસ્થાપન છે. કર્મનિર્જરા માટેનું એ અમોઘ સાધન અકિંચિત્કર બને નહીં એ માટે આ તપની વ્યવસ્થાને સમજી લેવી જોઈએ. II૭-૨૬ો. ધર્મના અંગભૂત દયાવિશેષનું વ્યવસ્થાપન કરાય છે–
दयाऽपि लौकिकी नेष्टा षटकायानवबोधतः । ऐकान्तिकी च नाऽज्ञानानिश्चयव्यवहारयोः ॥७-२७॥
૨૭૨
ધર્મવ્યવસ્થા બત્રીશી
Page #276
--------------------------------------------------------------------------
________________
दयापीति-— लौकिकी लोकमात्रप्रसिद्धा अरण्यवासिनां तापसादीनां दयापि षट्कायानवबोधतः पृथिव्यादिजीवापरिज्ञानाद् नेष्टा न फलवती, दयाया ज्ञानसाध्यत्वात् “पढमं नाणं तओ दया" इति वचनात् । निश्चयव्यवहारयोरज्ञानादैकान्तिकी च स्थूलव्यवहारमात्राभिमतलोकोत्तराभा सापि दया नेष्टा, तदभिमा हिंसाया एवातिप्रसक्तत्वात् तदभावस्याभिमानिकत्वात्तादृशदयासद्भावेऽपि तत्त्वज्ञानाभावसद्भावाच्चेति भावः
।।૭-૨૭॥
“પૃથ્વીકાય, અકાય વગેરે ષટ્કાયનું જ્ઞાન ન હોવાથી લૌકિક દયા પણ ઇષ્ટ નથી અર્થાત્ ફળને પ્રાપ્ત કરાવનારી નથી તેમ જ વ્યવહાર નય અને નિશ્ચયનયના અજ્ઞાનને કારણે ઐકાંતિકી દયા પણ ઇષ્ટ નથી.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે અરણ્યમાં રહેનારા તાપસ વગેરે; લોકમાં પ્રસિદ્ધ એવી જે દયા પાળે છે, એ લૌકિક દયા ઇષ્ટ નથી. કારણ કે એ દયાના પાલક તાપસાદિને પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય : આ ષટ્કાય જીવોનું જ્ઞાન હોતું નથી. તેથી એ જ્ઞાનના અભાવે તેમને દયાનું ફળ પ્રાપ્ત થતું નથી. ‘પદ્મમં નાળ તો થા' આ શ્રી દશવૈકાલિકસૂત્રના વચનથી દયા જ્ઞાનથી સાધ્ય છે. દયાનું સાધન જ્ઞાન છે. જ્ઞાન વિના દયાની સિદ્ધિ થતી નથી. હિંસાથી વિરામ પામવાના પરિણામને દયા કહેવાય છે. એ માટે જીવ અને અજીવનું જ્ઞાન હોવું જોઇએ. અરણ્યમાં રહેનારા તાપસ વગેરેને એ વિષયનું પૂરતું જ્ઞાન હોતું નથી. તેથી તેઓ દયા પાળી શકતા નથી. જીવ અને અજીવનું વાસ્તવિક રીતે જ્ઞાન શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં છે. તેથી સાચી દયા પણ એ શાસનમાં જ છે. તાપસાદિની દયા બાહ્ય રીતે દેખાતી હોવા છતાં તે લૌકિક છે, પારમાર્થિક નથી. કારણ કે તે જ્ઞાનથી રહિત છે.
આવી જ રીતે નિશ્ચય અને વ્યવહારનું જ્ઞાન ન હોવાથી કેટલાક લોકો માત્ર બાહ્યદૃષ્ટિએ અહિંસાનું પાલન કરે છે તે લોકોત્તરના આભાસને ઊભી કરનારી દયા પણ ઇષ્ટ નથી. તેથી પણ નિર્જરાદિ ફળની પ્રાપ્તિ થતી નથી. કારણ કે આ દયા અજ્ઞાનમૂલક હોવાથી ઐકાંતિકી છે. સ્થૂલદૃષ્ટિએ જણાતી એ દયા; સ્થૂલવ્યવહારને આશ્રયીને હોવાથી લોકોત્તર જેવી જણાતી હોવાથી ઇષ્ટ ફળને આપનારી બનતી નથી. સ્થૂલવ્યવહારને અભિમત એવી હિંસા પોતે જ અતિપ્રસક્ત હોવાથી તે હિંસાના અભાવને દયા માનવાનું આભિમાનિક છે, પારમાર્થિક નથી. સ્થૂલવ્યવહારની દૃષ્ટિએ દયા દેખાતી હોવા છતાં ત્યાં તત્ત્વજ્ઞાનનો અભાવ છે. કારણ ન હોવા છતાં કાર્યના સદ્ભાવને માનવાનું વાસ્તવિક નથી હોતું પરંતુ આભિમાનિક હોય છે - એ સમજી શકાય છે. કહેવાનો આશય એ છે કે સ્થાનકવાસી વગેરે (જૈનો) હિંસાના ભયથી પૂજાદિને માનતા નથી. વનસ્પતિકાયાદિની આ રીતે કરાતી એ દયા ખરી રીતે દયા નથી પરંતુ એમાં હિંસા જ રહેલી છે. શ્રી વીતરાગ પરમાત્માએ જે પૂજાનું વિધાન કર્યું છે તેમાં બાહ્યદૃષ્ટિએ હિંસા માની તેનો ત્યાગ કરવા દ્વારા તેઓ જે દયાનું પાલન કરે છે, તે તેમનું અભિમાન છે. કારણ કે શ્રી એક પરિશીલન
૨૭૩
Page #277
--------------------------------------------------------------------------
________________
વીતરાગપરમાત્માના વચનની આરાધનામાં જ દયા વગેરે ધર્મ રહેલો છે. વચનની અનારાધનામાં ધર્મ નથી પણ અધર્મ છે. નિશ્ચયનયની દષ્ટિએ પ્રમાદ-અનુપયોગ અને યતનાનો અભાવ એ હિંસા છે અને તેનો અભાવ એ અહિંસા છે. વ્યવહારનયની અપેક્ષાએ પ્રાણનો નાશ પણ હિંસા છે અને તેનો અભાવ અહિંસા છે. શ્રી વીતરાગ પરમાત્માએ વિહિત કરેલાં પૂજાદિ અનુષ્ઠાનોમાં સ્વરૂપહિંસા હોય છે, અનુબંધહિંસા નથી. વિહારાદિ પ્રસંગે અને નદી ઊતરવાદિ વખતે હિંસાને નહિ માનનારા, પૂજદિ વખતે હિંસા માને છે તે તેમનું અજ્ઞાન છે અને પૂજાદિના ત્યાગમાં દયાના પાલનને જણાવવાનું આભિમાનિક છે. તેથી આવી લોકોત્તર દયાના આભાસવાળી દયા પણ ઇષ્ટ ફળને આપનારી નથી. નિશ્ચય અને વ્યવહારનયના જ્ઞાનના અભાવે અજ્ઞાનમૂલક કરાતી દયા અનિષ્ટ છે – એ સ્પષ્ટ છે. //૭-૨થા વ્યવહારાદિનયને આશ્રયીને દયાનું વાસ્તવિક સ્વરૂપ જણાવાય છે–
व्यवहारात् परप्राणरक्षणं यतनावतः ।
निश्चयानिर्विकल्पस्वभावप्राणावनं तु सा ॥७-२८॥ व्यवहारादिति-यतनावतः सूत्रोक्तयतनाशालिनः परेषां प्राणानां रक्षणं व्यवहारादहिंसा लोकसम्मतार्थग्राहित्वाद्व्यवहारनयस्य । निश्चयतः परप्राणिसाध्यपरप्राणरक्षणे स्वसाध्यत्वशुभसङ्कल्पानुविद्धत्वाच्च । निश्चयनयात्तु निर्विकल्पो विकल्पपवननिवृत्त्या स्तिमितोदधिदशास्थानीयो यः स्वस्य भावप्राणस्तदवनं तद्रक्षणं सा दया, परप्राणरक्षणावसरेऽपि तदविनाभाविना शुभसङ्कल्पेनाशुभसङ्कल्पादुदधौ निमज्जतो विषमतरण्डलाभेनेव स्वभावप्राणत्राणेनैव निश्चयेन दयाभ्युपगमाद् । अत एवोक्तमागमे-"आया चेव अहिंसा आया हिंसत्ति णिच्छओ एसो । जो होइ अप्पमत्तो अहिंसओ हिंसओ इयरो ।।१।।” नैगमस्य हि जीवेष्वजीवेषु च हिंसा तथा च वक्तारो भवन्ति–“जीवोऽनेन हिंसितो घटोऽनेन हिंसितः” इति । इत्थं च हिंसाशब्दानुगमाज्जीवेष्वजीवेषु च हिंसेति एवमहिंसाऽपि । सङ्ग्रहव्यवहारयोश्च षड्जीवनिकायेषु हिंसा, सङ्ग्रहोऽत्र देशग्राही गृह्यते सामान्यरूपस्य नैगमेऽन्तर्भावाद्, व्यवहारश्च स्थूलविशेषग्राही लोकव्यवहरणशीलश्च, लोको हि बाहुल्येन षट्सु जीवनिकायेष्वेव हिंसामिच्छतीति । ऋजुसूत्रश्च प्रत्येकं प्रत्येकं जीवहिंसां व्यतिरिक्तामिच्छति । शब्दसमभिरूढवम्भूतनयानां चात्मैव हिंसा निजगुणप्रतिपक्षप्रमादपरिणतः, स्वभावપરિપતશાત્મવાદિતિ નવમ: II૭-૨૮
યતનાવંત આત્મા જે બીજાના પ્રાણની રક્ષા કરે છે તેને વ્યવહારનયની અપેક્ષાએ અહિંસા - દયા કહેવાય છે અને નિશ્ચયનયની અપેક્ષાએ; નિર્વિકલ્પ સ્વભાવે પોતાના ભાવપ્રાણની જે રક્ષા કરાય છે તેને અહિંસા - દયા કહેવાય છે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે વ્યવહારનય અને નિશ્ચયનયની અપેક્ષાએ અહીં અહિંસા - દયાનું સ્વરૂપ વર્ણવ્યું છે. લોકોની માન્યતા મુજબના અર્થનો સંગ્રહ કરનાર
૨૭૪
ધર્મવ્યવસ્થા બત્રીશી
Page #278
--------------------------------------------------------------------------
________________
વ્યવહારનય છે. બીજાના પ્રાણની રક્ષાને દયા કહેવાનું લોકમાં પ્રસિદ્ધ છે. સૂત્ર(આગમાદિ)માં વર્ણવેલી યતના(જીવને દુઃખ પહોંચે નહિ; એ અંગેની ભાવના વગેરે)વાળા, બીજા જીવોના પ્રાણની જે રક્ષા કરે છે તેને વ્યવહારનય દયા તરીકે વર્ણવે છે તેમ જ બીજા પ્રાણીને બચાવવાના શુભ અધ્યવસાયને પણ દયા કહેવાય છે. બીજા જીવોથી બીજા જીવોના પ્રાણની રક્ષા થઇ શકે છે - એમ જાણ્યા પછી આત્માને પોતાને એમ અધ્યવસાય ઉત્પન્ન થાય છે કે મારાથી બીજા પ્રાણીના પ્રાણની રક્ષા થઇ શકે છે. આ શુભ અધ્યવસાયથી અનુવિદ્ધ(યુક્ત) હોવાથી બીજાના પ્રાણની રક્ષાને; વ્યવહારનય દયા - અહિંસા સ્વરૂપે વર્ણવે છે.
-
નિશ્ચયનયની અપેક્ષાએ તો પોતાના ભાવપ્રાણની રક્ષાને જ અહિંસા – દયા કહેવાય છે. વિકલ્પસ્વરૂપ પવનની નિવૃત્તિના કારણે શાંત (સ્તિમિત-તરંગોથી રહિત) સમુદ્રની અવસ્થા જેવી અવસ્થા (સંકલ્પ કે વિકલ્પશૂન્ય અવસ્થા) સ્વરૂપ જે પોતાનો ભાવપ્રાણ છે; તેને નિશ્ચયનયની અપેક્ષાએ દયા કહેવાય છે. બીજાના પ્રાણની રક્ષાના અવસરે પણ તે વખતે અવશ્ય થના૨ શુભસંકલ્પના કારણે; અશુભસંકલ્પથી ભવસમુદ્રમાં ડૂબતા એવા જીવને એ શુભસંકલ્પ સ્વરૂપ વિષમ તરાપાની પ્રાપ્તિ થવાથી પોતાના ભાવપ્રાણની રક્ષા થવાથી જ તે રક્ષા સ્વરૂપ દયા મનાય છે. સમુદ્રમાં ડૂબતાને, વિષમ (દુષ્પ્રાપ્ય) તરાપાની પ્રાપ્તિના કારણે જેમ પોતાની રક્ષા કરવાનું શક્ય બને છે તેમ અહીં પણ અશુભસંકલ્પના કારણે ભવસમુદ્રમાં ડૂબતાને પરપ્રાણની રક્ષા વખતે અવશ્ય વિદ્યમાન એવા શુભસંકલ્પને લઇને વિકલ્પશૂન્ય અવસ્થા સ્વરૂપ ભાવપ્રાણની રક્ષા કરવાનું શક્ય બને છે. નિશ્ચયનયની અપેક્ષાએ આ રીતે થતી પોતાના ભાવપ્રાણની રક્ષાને જ અહિંસા-દયા કહેવાય છે. આથી જ આગમમાં કહ્યું છે કે “આત્મા જ અહિંસા છે અને આત્મા પોતે જ હિંસા છે – આ નિશ્ચયનય છે. જે અપ્રમત્ત હોય છે; તે અહિંસક છે અને ઇતર-પ્રમત્ત હિંસક છે.” આથી સમજી શકાશે કે નિશ્ચયનયની અપેક્ષાએ પ્રમાદ હિંસા છે અને પ્રમત્ત આત્મા એ જ હિંસક છે. તેમ જ અપ્રમાદ અહિંસા છે, અપ્રમત્ત આત્મા અહિંસક છે. ૫૨પ્રાણના રક્ષણ વખતે પણ મુખ્યપણે આત્માની વિકલ્પશૂન્ય અવસ્થાની રક્ષા કરવાનો જ ભાવ રહ્યો છે. બાહ્યદૃષ્ટિએ બીજાના પ્રાણની રક્ષા થતી હોવા છતાં, એના આલંબને જો પોતાની સંક્લિષ્ટ સ્થિતિ રહેતી હોય તો નિશ્ચયનયની અપેક્ષાએ એ દયા નથી. પોતાની સંક્લેશરહિત અવસ્થા સ્વરૂપ ભાવપ્રાણની રક્ષા કોઇ પણ રીતે થવી જ જોઇએ. નિશ્ચયનયની અપેક્ષાએ એ જ દયા છે.
નૈગમનયની અપેક્ષાએ જીવો અને અજીવોની હિંસા મનાય છે. ‘આ વ્યક્તિએ જીવની હિંસા કરી અને આ જીવે ઘટની હિંસા કરી...' ઇત્યાદિ વ્યવહાર પ્રસિદ્ધ છે. સ્વરૂપનો નાશ ક૨વાદિના કારણે અજીવની હિંસા મનાય છે. ‘હિંસા’ શબ્દનો પ્રયોગ જીવાજીવ-ઉભયમાં અનુગત હોવાથી નૈગમનય બંન્નેની હિંસા માને છે. તેમ જ તેના પ્રતિપક્ષરૂપે અહિંસા પણ બંન્નેની માને એક પરિશીલન
૨૭૫
Page #279
--------------------------------------------------------------------------
________________
છે. વસ્તુના પરિચાયક બધા જ પ્રકારોને ધ્યાનમાં લેવાનું કાર્ય નૈગમન કરે છે. વસ્તુને વાસ્તવિક રીતે જણાવવા માટેના સર્વ પ્રકારો નૈગમનયને માન્ય છે. સર્વનયોમાં આ નય ખૂબ જ સ્થૂલ છે.
સંગ્રહનયની અપેક્ષાએ અને વ્યવહારનયની અપેક્ષાએ પૃથ્વીકાયાદિ છ જવનિકાયની જ હિંસા મનાય છે. અજીવની હિંસા આ નયોથી મનાતી નથી. અહીં સાદ પદ દેશસંગ્રહને જણાવે છે. કારણ કે સામાન્યપ્રાણી સંગ્રહનો સમાવેશ નૈગમનયમાં થઈ જાય છે. આશય એ છે કે નૈગમનયને અભિમત પદાર્થને - સામાન્ય(જાતિ)ની અપેક્ષાએ અનેકને – પણ એકસ્વરૂપ સંગ્રહનય માને છે. સમગ્ર વિશ્વને સત્ત્વની અપેક્ષાએ સંગ્રહ નય એક માને છે. આ સંગ્રહ નયને “સામાન્યપ્રાણી સંગ્રહનય કહેવાય છે. સકલ વિશ્વમાંના તે તે ઘટ-પટ વગેરેને ઘટત્વપટવાદિની અપેક્ષાએ; પરસ્પર ભિન્ન એવા ઘટ-પટાદિને એક એક માનવાનું કાર્ય દેશસંગ્રહ (દેશગ્રાહી સંગ્રહ) નયનું છે. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે સામાન્ય પ્રાણી સંગ્રહાયની અપેક્ષાએ જીવ અને અજીવનો ભેદ ન હોવાથી તેની અપેક્ષાએ જીવની જ હિંસા વર્ણવવાનું શક્ય નથી. તેથી અહીં દેશપ્રાણી સંગ્રહાયનું ગ્રહણ કર્યું છે. સામાન્યપ્રાણી સંગ્રહને તો નૈગમનયમાં સમાવ્યો છે. વ્યવહારનય તો સ્થૂલ દૃષ્ટિએ વિશેષ પદાર્થનું જ્ઞાન કરાવવાના સ્વભાવવાળો અને લોક(આપામર)ના વ્યવહારના અનુકરણના સ્વભાવવાળો છે. લોક લગભગ છ જવનિકાયના વિષયમાં જ હિંસાને માને છે. તેથી દેશગ્રાહી સંગ્રહ અને વ્યવહારનયની માન્યતા મુજબ છે જવનિકાય સંબંધી જ હિંસા મનાય છે, અજીવની નહિ. ઋજુસૂત્રનયની અપેક્ષાએ તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરેના ભેદે તે તે હિંસા જુદી જુદી મનાય છે. નિશ્ચયનયવિશેષસ્વરૂપ શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનયની અપેક્ષાએ; પોતાના ગુણોના શત્રુ સ્વરૂપ પ્રમાદમાં પરિણત (પ્રમાદપૂર્ણ) આત્મા પોતે જ હિંસા છે અને પોતાના જ્ઞાનાદિ ગુણો સ્વરૂપ સ્વભાવમાં પરિણત આત્મા જ અહિંસા છે. આ રીતે તે તે નયોની દૃષ્ટિએ હિંસા અને અહિંસાનું સ્વરૂપ સમજવું જોઈએ. નયોનું સ્વરૂપ “રત્નાકર અવતારિકા' “તત્ત્વાર્થ સૂત્ર “જૈનતર્કભાષા' અને “નયરહસ્ય ઇત્યાદિ ગ્રંથથી સમજી લેવું જોઇએ. નયોના વિષયમાં અત્યારે ખૂબ જ ઉપયોગપૂર્વક પરિશીલન કરવાની આવશ્યકતા છે. તેના પારમાર્થિક જ્ઞાનની પ્રાપ્તિ માટે તેના જ્ઞાતાઓની પાસે સુવ્યવસ્થિત અધ્યયન કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. II૭-૨૮
विशिष्टव्यवहारविधेर्विशेष्यबाधेऽपि विशेषणोपसङ्क्रमान व्याघात इत्याह
ઉપર જણાવ્યા મુજબ વ્યવહારનયની અપેક્ષાએ યતનાથી વિશિષ્ટ પરપ્રાણની રક્ષાને દયા કહેવાય છે. આ રીતે વિશેષણ(યતના)થી વિશિષ્ટ-વિશેષ્ય(પરપ્રાણની રક્ષા)માં દયાનો વ્યવહાર વિહિત છે. ત્યાં જ્યારે વિશેષ્યનો બાધ(અભાવ) થાય ત્યારે તે વ્યવહાર વિશેષણમાં થવાથી કોઈ દોષ નથી - તે જણાવાય છે–
૨૭૬
ધર્મવ્યવસ્થા બત્રીશી
Page #280
--------------------------------------------------------------------------
________________
यत्नतो जीवरक्षार्था तत्पीडापि न दोषकृत् ।
अपीडनेऽपि पीडैव भवेदयतनावतः ॥७-२९॥ यलत इति-यलतः सूत्रोक्तयतनया । जीवरक्षार्था स्वरसतो जीवरक्षोद्देशप्रवृत्ता । तत्पीडापि जीवपीडापि । न दोषकृद् न साम्परायिककर्मबन्धकृत् । यत उक्तम् - “अज्झत्थविसोहीए जीवनिकाएहिं संघडे लोए । देसियमहिंसगत्तं जिणेहिं तेलुक्देसीहिं ।।१।।” तथा “तस्स असंवेयओ संवेययओ अ जाइसत्ताई । जोगं पप्प विणसंति णत्थि हिंसाफलं तस्स ॥१॥" अयतनावतो यतनावर्जितस्य । अपीडनेऽपि दैवात्परप्राणीपीडनाभावेऽपि । तत्त्वतः पीडैव भवति । तदुक्तं-“जे वि ण वाविज्जंति णियमा तेसिं पि હિંસો સો ૩ | સાવિનો ૩ પોઇન સબૂમાવે તો ના છા” II૭-૨૧
સૂત્રમાં જણાવેલી યતનાથી જીવની રક્ષાના ઉદ્દેશથી થનારી જીવપીડા પણ દોષનું કારણ બનતી નથી. તેનાથી રહિત જીવ પીડા ન કરે તો પણ તેને; પીડા પહોંચાડવાનું પાપ લાગે છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે યતનાવિશિષ્ટ પરપ્રાણની રક્ષાને દયા કહેવાય છે. ત્યાં યતના હોવા છતાં પરપ્રાણની રક્ષાના બદલે કોઈ વાર જીવને પીડા પણ થાય તો તે દયા કહેવાય કે ન કહેવાય - આવી જિજ્ઞાસામાં આ શ્લોકથી તેને દયા સ્વરૂપ વર્ણવાય છે. કારણ કે “સવિશેષને દિ વિધિનિષેપો વિશેષમુનિનો વિરોગડવા સતિ” આન્યાયથી વિશેષણવિશિષ્ટમાં વિહિતવિધિ કેનિષેધ; વિશેષ્યનો બાધ હોય ત્યારે વિશેષણમાં જણાય છે. યતનાવિશિષ્ટ પરપ્રાણની રક્ષામાં દયાત્વનું જે વિધાન છે; તે વિશેષ્યભૂત પરપ્રાણની રક્ષાના અભાવમાં વિશેષણભૂત યતનામાં પરિણમે છે.
શ્રી દશવૈકાલિક વગેરે સૂત્રોમાં જણાવ્યા મુજબની યતનાથી, સ્વભાવથી જ જીવરક્ષાના ઉદ્દેશથી પ્રવર્તેલી જીવપીડા પણ કષાયજન્ય કર્મબંધનું કારણ બનતી નથી. જેથી કહ્યું છે કે “જીવનિકાયથી ખીચોખીચ ભરેલા આ લોકમાં (સર્વથા દ્રવ્યહિંસા નિવારવાનું શક્ય ન હોવા છતાં) અધ્યાત્મવિશુદ્ધિના કારણે અહિંસકપણું હોય છે - એમ ત્રણ લોકને જોનારા શ્રી જિનેશ્વરદેવોએ જણાવ્યું છે. તેમ જ એમ પણ કહ્યું છે કે – “તે યતનાવંત દ્વારા અજાણતાં કે જાણતાં તેઓશ્રીના યોગ(શરીરાદિ)ને પામીને જે જીવો નાશ પામે છે; તેઓશ્રીને તે હિંસાનું ફળ પ્રાપ્ત થતું નથી.”
જ્યારે યતનાથી રહિત આત્માને; પોતાના શરીરાદિના યોગે કોઈ વાર પરને; તેના ભાગ્યે પીડા ન પણ થાય તો ય જ્યારે પીડાજન્ય હિંસાનું પાપ લાગે છે. આથી જ કહ્યું છે કે જે પણ જીવો મરતા નથી તે જીવોનો પણ તે(યતનારહિત) આત્મા નિયમા હિંસક છે. કારણ કે તે ઉપયોગ-ભાવની અપેક્ષાએ સર્વભાવે(પ્રકારે) સાવદ્ય છે જ. આથી સમજી શકાશે કે યતનાનો પરિણામ હોય તો દ્રવ્યહિંસા થાય કે ન થાય તોય હિંસાનું પાપ લાગતું નથી. અન્યથા હિંસાનો અભાવ હોય તોય યતનાનો અભાવ હોવાથી ત્યાં હિંસાનું પાપ લાગે છે. li૭-૨લા
એક પરિશીલન
૨૭૭
Page #281
--------------------------------------------------------------------------
________________
इत्थं परिणामप्राधान्यमेव व्यवस्थितमित्याहઉપર જણાવ્યા મુજબ હિંસા-અહિંસાદિમાં પરિણામનું જ પ્રાધાન્ય છે, તે જણાવાય છે–
रहस्यं परमं साधोः समग्रश्रुतधारिणः ।
परिणामप्रमाणत्वं निश्चयैकाग्रचेतसः ॥७-३०॥ रहस्यमिति-रहस्यं तत्त्वं । परमं सर्वोत्कृष्टं । साधोः समग्रश्रुतधारिणः स्वभ्यस्तगणिपिटकोपनिषदः । परिणामस्य चित्तभावस्य प्रमाणत्वं फलं प्रति स्वातन्त्र्यलक्षणं । निश्चये निश्चयनये एकाग्रमव्याक्षिप्तं વેતો યW (તસ્ય) IIરૂ|.
નિશ્ચયનયમાં એકાગ્ર છે ચિત્ત જેનું એવા સમગ્ર શ્રતને ધરનારા પૂ. સાધુભગવંતનું પરિણામનું પ્રામાણ્ય એ સર્વશ્રેષ્ઠ રહસ્ય છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો ભાવ એ છે કે જેઓએ સમસ્ત દ્વાદશાંગીનું સારી રીતે અધ્યયન કરી લીધું છે; એવા નિશ્ચયનયમાં એકાગ્રચિત્તવાળા પૂ. સાધુભગવંતોનું પરમ તત્ત્વ એ છે કે “મનના પરિણામ જ ફળની પ્રત્યે સ્વતંત્ર કારણ છે.” એ પ્રમાણે તેઓ બરાબર માને છે. બાહ્ય ક્રિયાઓ પરિણામ દ્વારા જ ફળની પ્રત્યે કારણ બને છે. તેથી બાહ્ય ક્રિયાઓ ફળની પ્રત્યે સ્વતંત્ર કારણ નથી. તેમાં પરિણામાધીન કારણતા છે. ફળની પ્રત્યે સ્વતંત્ર કારણતા ચિત્તના પરિણામમાં છે.
નિશ્ચયનયમાં જેમનું ચિત્ત એકાગ્ર બન્યું છે એવા મુનિભગવંતો ફળની પ્રત્યે પરિણામનું કારણત્વ; મુખ્યપણે સમજે છે તેમ જ તે પ્રમાણે સમજાવે છે. તે પૂ. મુનિભગવંતોનું એ પરમ રહસ્ય છે. નિશ્ચયનયની તરફ દૃષ્ટિ ન હોય તો કેવલ વ્યવહારનયની દૃષ્ટિએ તે તે ફળને પ્રાપ્ત કરવાનું શક્ય થતું નથી. મુમુક્ષુ જનોએ ચિત્તના વિશુદ્ધ પરિણામને પ્રાપ્ત કરવા પૂર્ણ પ્રયત્ન કરવો જોઇએ. પ્રવૃત્તિ પરિણામનું નિમિત્ત બને છે. પરંતુ પરિણામને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય ન હોય તો કોઈ પણ રીતે પ્રવૃત્તિથી પરિણામની પ્રાપ્તિ નહિ થાય. ફળ પ્રત્યેની ઉદાસીનતા જીવને પરિણામથી વિમુખ બનાવે છે અને તેથી ગમે તે કારણે થતી પ્રવૃત્તિની વિદ્યમાનતામાં આત્માને ફળની પ્રાપ્તિ થતી નથી. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે પ્રવૃત્તિને સફળ બનાવવા માટે ચિત્તના પરિણામ તરફ દષ્ટિ સ્થિર બનાવ્યા વિના ચાલે એવું નથી, જે નિશ્ચયનયની એકાગ્રતાથી જ શક્ય છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. //૭-૩૦ના
ननु यद्ययं निश्चयस्तदा किं परप्राणरक्षणया लोकमात्रप्रत्ययप्रयोजनया इत्यत आह
આ પ્રમાણે નિશ્ચયનય ફળની પ્રત્યે મુખ્ય-સ્વતંત્ર કારણ છે. તો માત્ર લોકોને “અમે હિંસા નથી કરતા' - આ પ્રમાણે જણાવનારી પરપ્રાણની રક્ષા કરવાનું કોઈ જ પ્રયોજન નથી. અર્થાત્ આશય એ છે કે જો મનના પરિણામના કારણે જ હિંસાનું પાપ લાગતું હોય અને પ્રવૃત્તિના કારણે પાપ લાગતું ન હોય તો પરમાણની રક્ષા માટે યતના વગેરે કરવાનું કોઈ જ પ્રયોજન નથી. કારણ ૨૭૮
ધર્મવ્યવસ્થા બત્રીશી
Page #282
--------------------------------------------------------------------------
________________
કે બાહ્યયતનાથી લોકોને જાણ થાય કે – આ મહાત્મા હિંસા કરતા નથી. આથી વિશેષ કોઈ જ બીજું પ્રયોજન તેનું નથી. પાપનો પરિહાર તો મનના પરિણામથી જ થાય છે. તેથી પરપ્રાણની રક્ષા કરવાની આવશ્યકતા નથી... આવી શંકાના સમાધાન માટે જણાવાય છે–
तिष्ठतो न शुभो भावो हसदायतनेषु च ।
गन्तव्यं तत्सदाचारभावाभ्यन्तरवमना ॥७-३१॥ तिष्ठत इति-असदायतनेषु प्राणव्यपरोपणादिषु । तिष्ठतो हि शुभो भाव एव न भवति । अतः परिणामशुद्ध्यर्थमेव परप्राणरक्षणं साधूनामिति भावः । तदुक्तं-“जो पुण हिंसायतणेसु वट्टइ तस्स नणु परीणामो । दुो न यतं लिंग होइ विसुद्धस्स जोगस्स ।।१।। तह्या सया विसुद्धं परिणामं इच्छया सुविहिएणं । हिंसाययणा सव्वे परिहरियव्वा पयत्तेणं ।।२।।" ये त्वेकान्तनिश्चयमेवाद्रियन्ते ते निश्चयतो निश्चयमेव न जानते, हेतुस्वरूपानुबन्धशुद्धतज्ज्ञानाभावात् । तदाह-“णिच्छयमवलंबंता णिच्छयओ णिच्छयं अयाणंता । णासंति चरणकरणं बाहिरकरणालसा केई ।।१।।” तत्तस्मात् सदाचारः परिशुद्धबाहयतना भावश्च शुद्धपरिणामस्ताभ्यामभ्यन्तरवर्त्मना गन्तव्यं मुमुक्षुणा, तथैव दयाविशेषसिद्धेरिति हितोपदेशः ।।७-३१।।
“અસત્ એવાં સ્થાનોમાં રહેતાં શુભ ભાવ જ રહેતો નથી. તેથી સદાચાર અને ભાવ (પરિણામ) વડે મુમુક્ષુ આત્માએ અત્યંતર માર્ગે ચાલવું જોઈએ.” – આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પ્રાણવ્યપરોપણ (પ્રાણીની હિંસા), અસત્યભાષણ વગેરે સ્વરૂપ અસ આયતન (સ્થાનો)માં જેઓ વિના કારણ રહે છે; અર્થાતુ સંયોગવિશેષ ન હોવા છતાં જેઓ એવી હિંસાદિની પ્રવૃત્તિ કરે છે, તેમને અહિંસાદિના પરિણામ સ્વરૂપ શુભ ભાવની પ્રાપ્તિ જ થતી નથી. તેથી મનના તેવા પ્રકારના તે તે પરિણામની શુદ્ધિ માટે સાધુભગવંતોએ પરપ્રાણની રક્ષા કરવી જોઈએ. આથી કહ્યું છે કે “જે હિંસાનાં સ્થાનોમાં વર્તે છે તેના પરિણામ દુષ્ટ છે. એ દુષ્ટ પરિણામ વિશુદ્ધ યોગોનું લિંગ નથી. જણાવનારું નથી.) અર્થાતુ તે દુષ્ટ પરિણામ અશુદ્ધ યોગોને જણાવે છે. તેથી વિશુદ્ધ પરિણામની ઇચ્છા રાખનારા સુવિહિત પૂ. સાધુભગવંતોએ પ્રયત્નપૂર્વક બધાં જ હિંસાનાં સ્થાનોનો પરિહાર(ત્યાગ) કરવો જોઇએ.” આથી સમજી શકાશે કે પરપ્રાણની રક્ષા કરવાથી વિશુદ્ધ પરિણામની પ્રાપ્તિ થતી હોય છે.
જે લોકો એકાંતે નિશ્ચયનયનો જ આદર કરે છે અને વ્યવહારનયનો આદર કરતા નથી તેઓ ખરેખર તો નિશ્ચયનયને જાણતા જ નથી. કારણ કે તેમને હેતુશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધ શુદ્ધ એવા નિશ્ચયનયનું જ્ઞાન નથી. સામાન્ય રીતે મનનો અહિંસાનો વિશુદ્ધ પરિણામ નિશ્ચયનયની અપેક્ષાએ અહિંસા છે. પરપ્રાણની રક્ષાની પ્રવૃત્તિથી તે પરિણામ સિદ્ધ થાય છે અને તે પ્રવૃત્તિથી મનનો વિશુદ્ધ પરિણામ ઉત્તરોત્તર વિશુદ્ધતરબની સાનુબંધ બને છે. આમ છતાં જેઓ માત્ર મનના શુદ્ધ પરિણામને જ આગળ કરીને તેના હેતુભૂત પર પ્રાણની રક્ષાની પ્રવૃત્તિને માનતા નથી, તેઓ
એક પરિશીલન
૨૭૯
Page #283
--------------------------------------------------------------------------
________________
ખરી રીતે નિશ્ચયનયને જાણતા નથી. હેતુશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ નિશ્ચયનયનું જ્ઞાન ન હોવાથી તેઓ વાસ્તવિક રીતે નિશ્ચયનયને જાણતા નથી. આ પ્રમાણે અન્યત્ર જણાવતાં ફરમાવ્યું છે કે “ચોક્કસ રીતે નિશ્ચયનયને નહિ જાણતા નિશ્ચયનયનું અવલંબન લેનારા; બાહ્ય (પરપ્રાણરક્ષણાદિની) પ્રવૃત્તિમાં આળસુ બનેલા ચરણ અને કરણનો નાશ કરે છે.” તેથી પરિશુદ્ધ બાહ્યયતના સ્વરૂપ સદાચાર અને આત્માનો અત્યંતર શુદ્ધપરિણામ(ભાવ) - એ બંનેથી અત્યંતરમાર્ગે મુમુક્ષુ આત્માઓએ ચાલવું જોઈએ. આથી જ દયાવિશેષની સિદ્ધિ થાય છે.
નિશ્ચય-અભિમત દયાવિશેષની સિદ્ધિમાં પરપ્રાણરક્ષાની પ્રવૃત્તિ ખૂબ જ પ્રબળ સાધન છે. અહિંસાનો જેને પરિણામ છે તે પરણરક્ષામાં પ્રવૃત્તિ કર્યા વિના નહિ રહે. કોઈ વાર એ પ્રવૃત્તિથી પરપ્રાણની રક્ષા થાય કે ન પણ થાય. પરંતુ તેથી અહિંસાનો પરિણામ ન હતો અને હિંસાનો પરિણામ હતો - એવું નથી હોતું. તેથી નિશ્ચયનયાભિમત અહિંસાની પ્રાપ્તિ માટે પરપ્રાણની રક્ષા કરવામાં ખૂબ જ અપ્રમત્ત રહેવું જોઈએ. ll૭-૩૫ પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે–
विदित्वा लोकमुक्षिप्य लोकसंज्ञां च लभ्यते ।
इत्थं व्यवस्थितो धर्मः परमानन्दकन्दभूः ॥७-३२॥ विदित्वेति-विदित्वा ज्ञात्वा । लोकं स्वेच्छाकल्पिताचारसक्तं जनम् । उत्क्षिप्य निराकृत्य । लोकसंज्ञां बहुभिर्लोकैराचीर्णमेवास्माकमाचरणीयमित्येवंरूपां च । लभ्यते प्राप्यते । इत्थमुक्तरीत्या । व्यवस्थितः प्रमाणप्रसिद्धो धर्मः । परमानन्द एव कन्दस्तस्य भूरुत्पत्तिस्थानम् ॥७-३२।।
લોકને જાણીને અને લોકસંજ્ઞાનો ત્યાગ કરીને ઉપર જણાવ્યા મુજબ પ્રમાણથી પ્રસિદ્ધ એવો ધર્મ પ્રાપ્ત થાય છે, જે પરમાનંદસ્વરૂપ કંદની ઉત્પત્તિનું સ્થાન છે.” - આ પ્રમાણે બત્રીસમાં શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પોતાની ઇચ્છા મુજબના કલ્પિત આચારમાં આસક્ત લોક હોય છે. પોતે માની લીધેલા આચારનું જે નિરૂપણ કરે તેને જ તેઓ ગુરુ કે શાસ્ત્ર સ્વરૂપે પ્રમાણ માનતા હોય છે. પોતાની ઈચ્છાવિરુદ્ધ કોઇ, કોઈ પણ વાત કરે તો તેમને તે ગમતું હોતું નથી. આવા સ્વભાવવાળા લોકને જાણીને મુમુક્ષુ આત્માએ લોકસંજ્ઞાનો ત્યાગ કરવો જોઇએ.
ઘણા લોકોએ આચરેલું હોવાથી તે જ અમારે કરવું જોઈએ આવા પ્રકારની બુદ્ધિને લોકસંજ્ઞા કહેવાય છે. પૂર્વે જણાવ્યા મુજબ ભક્ષ્ય કે અભક્ષ્યનો વિવેક કર્યા વિના તેમ જ પેય અને અપેયનો વિવેક કર્યા વિના અભક્ષ્યનું ભક્ષણ કરનારા અને અપેયનું પાન કરનારા આ લોકમાં ઘણા છે. સ્ત્રીમાત્રને સમાન માનીને ગમ્યાગમના વિવેકને નહિ કરનારા પણ ઘણા છે. તપને, દુઃખસ્વરૂપ હોવાથી અનિષ્ટ માનીને તેનાથી દૂર રહેનારાની સંખ્યા આ લોકમાં નાની નથી. અજ્ઞાનના કારણે; વાસ્તવિક દયાની પરિણતિથી વિકલ આત્માઓ પણ ઘણા છે. “આ બધા લોકો ૨૮૦
ધર્મવ્યવસ્થા બત્રીશી
Page #284
--------------------------------------------------------------------------
________________
જે કરે છે, તે જ અમારે પણ કરવું જોઇએ. આટલા બધા કરે છે તે શું ખોટું કરે છે ?’... ઇત્યાદિ માન્યતાને લોકસંજ્ઞા કહેવાય છે. એ લોકસંજ્ઞાને આધીન બનવાથી પારમાર્થિક રીતે ધર્મની પ્રાપ્તિ થતી નથી. તેથી લોકસંજ્ઞા ત્યાજ્ય છે. તેને આધીન બની કરાતા ધર્મથી લોક પ્રસન્ન થાય; પરંતુ તેથી કલ્યાણ થતું નથી. સાચું સમજાયા પછી પણ સાચું કરવા ના દે : એવી લોકસંજ્ઞા છે.
ઉપર જણાવ્યા મુજબ પ્રમાણોથી પ્રસિદ્ધ એવા ધર્મની પ્રાપ્તિ લોકસંજ્ઞાના ત્યાગથી થાય છે. પ્રમાણથી સુપ્રસિદ્ધ એવા પણ ધર્મની પ્રાપ્તિ; લોકસંજ્ઞાના કારણે થતી ન હતી. લોકસંજ્ઞાનો ત્યાગ કરવાથી તે પ્રમાણપ્રસિદ્ધ ધર્મની પ્રાપ્તિ શક્ય બને છે. આ પ્રમાણપ્રસિદ્ધ ધર્મ પરમાનંદસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ માટેનું મૂળભૂત કારણ છે. જેમ વનસ્પતિના કંદ ભૂમિમાં ઉત્પન્ન થાય છે તેમ પરમાનંદસ્વરૂપ કંદ આ પ્રમાણપ્રસિદ્ધ ધર્મમાં ઉત્પન્ન થાય છે. આ ધર્મને છોડીને બીજા કોઇ પણ ધર્મથી પરમાનંદસ્વરૂપ મોક્ષની ઉત્પત્તિ થતી નથી.
વેદમાં જણાવેલા માંસભક્ષણને અને મદિરાપાનને નિર્દોષ માનનારા; પુત્રાદિની પ્રાપ્તિ માટે મૈથુનને ધર્મ તરીકે માનનારા; દરેક સ્ત્રીને ગમ્ય (સેવવા યોગ્ય) માનનારા; તપને દુઃખરૂપ માનીને અકરણીય માનનારા અને માત્ર લૌકિક દયાને આદરણીય માનનારા લોકો પોતાને ધાર્મિક માને છે, તે તેમનું અભિમાન છે. આ પૂર્વે જણાવ્યા મુજબ તેમનો તે તે ધર્મ પ્રમાણથી સિદ્ધ નથી. તે તે ધર્મમાં જણાવેલા દોષોનો વિચાર કરીને પ્રમાણપ્રસિદ્ધ લોકોત્તર ધર્મને શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ આરાધવામાં પ્રયત્નશીલ બની પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા... ॥૭-૩૨॥
॥ इति धर्मव्यवस्थाद्वात्रिंशिका ॥
એક પરિશીલન
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
૨૮૧
Page #285
--------------------------------------------------------------------------
Page #286
--------------------------------------------------------------------------
________________ Vejas Printers AHMEDABAD M. 98253 47620