Page #1
--------------------------------------------------------------------------
________________
0.
પૂજ્યશ્રી કાનજી સ્વામી સ્મારક ટ્રસ્ટ અંતર્ગત પૂજ્ય કહાન ગુરુદેવ સ્મૃતિગ્રંથ પ્રકાશન પુષ્પ : ૮૭
દ્રવ્યથી સામાન્ય છે ને નિત્ય છે જે કાળથી, અભેદ છે જે ક્ષેત્રથી ને એક છે જે ભાવથી; અખંડ છે દ્રવ ક્ષેત્ર તેમજ કાળભાવથી તે વળી, દ્રવદ્રષ્ટિ કરી એમાં રમું નિત હું અહો ! આનંદથી.
દ્રષ્ટિનો વિષય
એક પાઠ્યપુસ્તક |
સંકલન : રજનીભાઈ ગોસલીયા U.S.A.
પ્રવચનકર્તા : ડૉ. પં. હુકમચંદ ભારિત્ન
Page #2
--------------------------------------------------------------------------
________________
પૂજ્યશ્રી કાનજી સ્વામી સ્મારક ટ્રસ્ટ અંતર્ગત પૂજ્ય કહાન ગુરુદેવ સ્મૃતિગ્રંથ પ્રકાશન પુષ્પ : ૮૭
દ્રષ્ટિનો વિષય
- એક પાઠ્યપુસ્તક
પ્રવચનકર્તા ડો. હુકમચંદ ભારિલ્લા
શ્રી ટોડરમલ સ્મારક ભવન, એ-૪, બાપૂનગર,
જયપુર - ૩૦૨૦૧૫
સંકલન રજનીભાઈ ગોસલીયા
હિંદી વિનીત, B.E. (Civil), MBA (U.S.A) ૧૨૫૦૬ ગુનીયર રોડ, ગ્લેનડેલ, મેરીલેન્ડ ૨૦૭૧૮, યુ.એસ.એ.
i email : rajnigosalia@hotmail.com
પ્રકાશક પૂજ્ય શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ ૧૭૩/૧૭૫ મુમ્બાદેવી રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૨
Page #3
--------------------------------------------------------------------------
________________
-: પ્રાપ્તિસ્થાન :
શ્રી સીમંધર ભગવાન દિગંબર જિન મંદિર ૧૭૩/૧૭૫ મુમ્બાદેવી રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૨
ટેલી-ફેક્સ : ૨૩૪૨૫૨૪૧/૨૩૪૪૬૦૯૯
શ્રી પંડિત ટોડરમલ સ્મારક ભવન એ-૪, બાપુનગર,
જયપુર – ૩૦૨૦૧૫ ફોન : ૦૧૪૧-૨૭૦૫૫૮૧
પૂજ્ય શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ કહાન નગર, લામ રોડ, દેવલાલી - ૪૨૨૪૦૧ ટેલી-ફેક્સ : ૦૨૫૩-૨૪૯૧૦૪૪
–
1
ટાઈપ સેટીંગ :
સમીર પારેખ -ક્રિએટીવ પેજ સેટર્સ ‘પારસ’ડી-૧૨/૯૧, ચિત્તરંજન નગર, આર.એન.ગાંધી માર્ગ, વિદ્યાવિહાર (ઈ) મુંબઈ – ૩૭ ફોન(ઓ) ૨૬૭૬ ૦૧૪૨ ફોનઃ ૯૮૬૯૦ ૦૮૯૦૭
૨૦૦૭૪૫૮
પ્રથમ આવૃત્તિ - પ્રત: ૧૦૦૦
વીર નિર્વાણ સં. ૨૫૩૭, વિક્રમ સંવત : ૨૦૬૭
સને તા. ૨-૯-૨૦૧૧ (પર્વાધિરાજ પર્યુષણ પર્વ)
* પડતર કિંમત - રૂ. ૩૬ /-* વેચાણ કિંમત - રૂ. ૧૦/
નમ્ર વિનંતી
શ્રી વીતરાગી દેવ-શાસ્ત્ર-ગુરુભ્યો નમઃ
વીતરાગમાર્ગના પ્રભાવક આધ્યાત્મિક સત્પુરુષ પૂજ્ય શ્રી કાનજીસ્વામી ને અગણિત વંદન કરી પ્રસ્તુત ગ્રંથ આપના કરકમલોમાં સાદર સમર્પિત છે. તેનો વિનય અને બહુમાનપૂર્વક સ્વાધ્યાય કરશો. શ્રી જિનવાણીની કોઈપણ પ્રકારે અશાતના કરશો નહીં. તેમાં ડાઘ પાડશો નહીં, ફાડશો નહીં, બગાડશો નહીં તેમ જ સૂવાના પલંગ પર કે જમીન પર, અગર જ્યાં-ત્યાં અયોગ્ય સ્થાને રાખશો નહીં. જિનવાણી (શાસ્ત્રજી) એ ભગવાનની વાણી છે અને ભગવાનની વાણી જિનવર બરોબર છે, તેથી જિનેશ્વર દેવ સમાન જ જિનવાણીનું બહુમાન કરી અને મર્મ સમજી રત્નત્રયની પ્રાપ્તિ કરતાં નિકટ ભવ્ય બની જવાય છે. પૂજ્યશ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ, દેવલાલી
મુદ્રણ :
નિલેશ પારેખ – પારસ પ્રિન્ટ્સ, ગાલા નં.૩૨, સિંઘ ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ, રામમંદિર રોડ, ઑફ એસ.વી.રોડ, ગોરેગામ (વે), મુંબઈ - ૪૦૦૧૦૩ ફોન : ૯૮૨૧૦ ૧૫૦૭૯
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન
પૂજ્યશ્રી કાનજી સ્વામી સ્મારક ટ્રસ્ટ અંતર્ગત પૂજ્ય કહાન ગુરુદેવશ્રી સ્મૃતિ ગ્રંથ પ્રકાશનનું ૮૭મું પુષ્પ દ્રષ્ટિનો વિષય ગુજરાતીમાં પ્રકાશિત કરતાં અમો હર્ષનો અનુભવ કરીએ છીએ. | ગુજરાતી મુમુક્ષુ સમાજ અધ્યાત્મતત્વનો સુલભતાથી લાભ લઈ શકે એ ભાવનાથી પ્રેરાઈ આ ગુજરાતી સંકલન પ્રકાશિત કરવામાં આવેલ છે.
આ કૃતિનાં મુળ લેખક-પ્રવચનકાર ડૉ. હુકમચંદજી ભારીલ્લ તો સંપૂર્ણ મુમુક્ષુ સમાજની સમસ્ત ગતિવિધિઓનાં આધાર સ્તંભ છે એમનો જેટલો આભાર માનવામાં આવે તે ઓછો છે. તેમના મૂળ દ્રષ્ટિ કા વિષય” નામના હિંદી પુસ્તકમાં સમાવિષ્ટ અનેકવિધ મુદ્રાઓનું જુદા જુદા પ્રકરણોમાં વર્ગીકરણ કરીને પાઠ્યપુસ્તકરૂપે પ્રસ્તુત કરવાનો આ સંકલનમાં એક નવો પ્રયાસ કરવામાં આવ્યો છે, તે બદલ શ્રી રજનીભાઈ ગોસલીયાનાં અમો આભારી છીએ.
આ પુસ્તકના ટાઇપસેટીંગ અને ડિઝાઈનીંગ માટે મે. ક્રીએટીવ પેજ સેટર્સના શ્રી સમીર પારેખ તથા સમયસર સુંદર મુદ્રણ કામ કરી આપવા બદલ મે. પારસ પ્રીન્ટ્સના શ્રી રાજુભાઈ પારેખનાં આભારી છીએ.
અંતમાં આ કૃતિનાં માધ્યમથી જિનાગમનાં મર્મને સમજ સમસ્ત વાચકગણ આત્મહિતને પ્રાપ્ત થાઓ એજ ભાવના. પૂજ્યશ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ
ટ્રસ્ટીગણ
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
સમ્યગ્દર્શનયુગપ્રવર્તક પરમકૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીકાનજીસ્વામી જેને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, જ્ઞાયકભાવ, પરમપરિણામિકભાવ, કારણપરમાત્મા, કારણસમયસાર આદિ અનેક નામોથી અભિહિત કરતા હતા અને જેનો આશ્રય લઈને મોક્ષમહેલની પ્રથમ સીટી સમાન સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની વારંવાર પ્રેરણા આપતા હતા, તે દ્રષ્ટિ કા વિષય ઉપર પંડીતવર્ય ડો. હુકમચંદજી ભારિલે ઈ.સ.ર૦૦૦ ની શિબિરોમાં કરેલા નવા માર્મિક પ્રવચનોમાંથી સંપાદિત હિંદી પુસ્તક “દષ્ટિ કા વિષય”નું આ ગુજરાતી રૂપાંતર પાઠકોના હાથમાં મૂક્યાં પ્રસન્નતા થાય છે.
- પૂજ્ય ગુરુદેવશ્રીની સ્વાનુભૂતિમંડિતવાણી સાંભળવા છતાં તથા તેઓશ્રીના અલૌકિક પ્રવચનોના પુસ્તકો વર્ષોથી વાંચવા છતાં આપણને સમ્યગ્દર્શન કેમ થતું નથી ? અહીં સમજાવ્યા મુજબ તેનું મુખ્ય કારણ ફક્ત એ જ છે કે તેઓશ્રીએ પ્રતિપાદિત કરેલી જિનાગમની આ સૌથી મહત્વપૂર્ણ વિષયવસ્તુ દ્રષ્ટિના વિષય” ને સમજવામાં આપણી ક્યાંક ભૂલ રહી જાય છે. જે પ્રકારની પર્યાય વિનાના જ્ઞાયકભાવનો આશ્રય લેવાનું પૂ. ગુરુદેવશ્રી આપણને ફરમાવતા હતા, તે પર્યાયનું વાસ્તવિક
સ્વરૂપ આપણે સમજ્યા નથી. દષ્ટિના વિષયમાં પર્યાય કઈ રીતે સામેલ નથી અને કઈ રીતે સામેલ છે એ સમજવામાં થતી સૂક્ષ્મ ભૂલને કારણે જેમાં આપણે અહંપણું સ્થાપવાનું છે, જેમાં આપણું સર્વસ્વ સમર્પણ કરવાનું છે; એ દ્રષ્ટિના વિષયનો આશ્રય આપણે લઈ શક્તા નથી અને તેથી શુદ્ધાત્માની પ્રાપ્તિથી આપણે વંચિત રહી જઈએ છીએ.
Page #7
--------------------------------------------------------------------------
________________
• દ્રષ્ટિનો વિષય
દ્રષ્ટિના વિષય સંબંધી થતી આવી ભૂલો કઈ રીતે ટળે, તે ડો. ભારિલ્લજીએ બહુ ખૂબીથી આ નવ પ્રવચનો દ્વારા સમજાવ્યું છે. તેના પરથી બ્ર. યશપાલજી જૈને સંપાદિત કરેલા હિંદી પુસ્તક, ‘દ્રષ્ટિવા વિષય નો ગુજરાતી ભાષામાં સીધો અનુવાદ કરવાને બદલે તેને એક પાઠ્યપુસ્તકના રૂપમાં પ્રસ્તુત કરવાનો આ નમ્ર પ્રયાસ છે.
મૂળ પુસ્તકમાં જે નવ પ્રવચનો ક્રમસર છાપવામાં આવ્યાં છે, તેમાંથી મુખ્ય વિષયોને ચૂંટીને તે દરેક વિષયનું જુદા જુદા પ્રકરણ તરીકે અહીં સંકલન કરવામાં આવ્યું છે. તે દરેક વિષય પર આ પ્રવચનોમાં અપાયેલી માહિતીને મુદ્રાઓ (bullets) ના રૂપમાં દરેક પ્રકરણમાં સંગ્રહિત કરવામાં આવી છે. જો કે આમાં બને તેટલું ઓછું પુનરાવર્તન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે, તેમ છતાં કેટલુંક પુનરાવર્તન અનિવાર્યપણે આવી જાય તે સ્વાભાવિક જ છે. આશા છે કે પાઠકોના અભિપ્રાયને દ્રઢ બનાવવામાં તે મદદરૂપ થશે. .
આ પુસ્તકની વિશિષ્ટતા એ પણ છે કે પૂર્વોક્ત નવ પ્રવચનો ઉપરાંત જૈન અધ્યાત્મ અકેડેમી ઓફ નોર્થ અમેરિકા (JAANA - જાના') દ્વારા એડીસન, ન્યુજર્સીમાં જુલાઈ ૨૦૦૨ માં યોજાયેલા દ્વિતીય આધ્યાત્મિક શિબિર દરમ્યાન ડો. ભારિલ્લજીએ આ જ વિષય પર આપેલા પ્રવચનો અને પ્રશ્નોત્તરોનું પણ આમાં સંકલન કરવામાં આવ્યું છે. પ્રકરણ ૧ : “ભૂમિકા', પ્રકરણ ૫ : દ્રવ્ય-સામાન્ય તથા પ્રકરણ ૧૩ :
જ્ઞાનગોષ્ટિ - એ બધાં આ શિબિરની જ ઉપજ છે. - ‘દ્રષ્ટિના વિષય ને સાંગોપાંગ સમજવા માટે જેનો આધાર અહીં મુખ્યપણે લેવામાં આવ્યો છે એવા મૂળ વિષયોનો પરિશિષ્ટરૂપે સમાવેશ કર્યો છે, જેથી વાચકોને તેમનો સંદર્ભ સહેલાઈથી મળી રહે. પુસ્તક
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
• vii
વાંચવાની શરૂઆત કરતા પહેલાં આ પરિશિષ્ટ વાંચી જવા સુજ્ઞ પાઠકોને નમ્ર વિનંતી છે.
દ્રષ્ટિના વિષય' પરની આ ચર્ચાનું મૂળ મુખ્યત્વેડો. ભારિલ્લજીએ લખેલા સમયસાર ગાથા ૭ પરના અનુશીલનમાં છે; તેથી એક રીતે જોતાં, આ પુસ્તક તે અનુશીલનનું પણ અનુશીલન છે; કારણ કે એ મૂળ ચર્ચાનું આ વિસ્તૃતિકરણ અને વિશેષ સ્પષ્ટીકરણ જ છે.
આ એક પાઠ્યપુસ્તક હોવાથી પુસ્તકના અંતે પરીક્ષાપત્ર' રૂપે " કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યાં છે. વાચકોને વિનંતી છે કે પહેલાં પોતાની મેળાએ તે પ્રશ્નોના ઉત્તરો આપ્યાં બાદ તેમના જવાબો પુસ્તકમાંથી મેળવી લે.
આ સંકલનને માનનીય પંડીત શ્રી અભયકુમારજી શાસ્ત્રી, દેવલાલીએ કાળજીપૂર્વક તપાસ્યું છે અને શ્રી કાંતિભાઈ મોટાણીએ તેનું પ્રફરીડીંગ કરી આપ્યું છે, તે બદલ તેઓ બન્ને પ્રતિ આભાર વ્યકત કરું છું.
દ્રષ્ટિના વિષય પરનું આ સંકલન જિજ્ઞાસુ જીવોને સનાતન વીતરાગ શાસનમાં પ્રરૂપિત ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના સ્વરૂપ વિષે સાચો અને પાકો નિર્ણય કરવામાં મદદરૂપ થાઓ – એ જ અભ્યર્થના.
- સંકલનકાર
પ્રસ્તુત પુસ્તક ‘દ્રષ્ટિનો વિષય
ગુજરાતી પ્રકાશન ખાતે શ્રી જેચંદભાઈ શીવલાલ ગોસલીયા પરિવાર હસ્તે : રજનીભાઈ તરફથી રૂા.૧૫,૦૦૦/
સાભાર પ્રાપ્ત થયા છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
પ્રકરણ
વિષય
પાના
| - - 9 ક જ
૧૧૧ .........
...
પાઠ્યક્રમ
ભૂમિકા ............ ૨. સ્વચતુષ્ટય. ૩. દ્રષ્ટિનો વિષય ૪. પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ પ. દ્રવ્ય-સામાન્ય. ૬. ક્ષેત્ર-પ્રદેશોનો અભેદ ................ ૭. કાળ-પર્યાયોનો અભેદ ........ ૮. ભાવ ગુણોનો અભેદ . ૯. વિસ્તારક્રમ અને પ્રવાહકમ . ૧૦. પર્યાય કઈ રીતે સામેલ છે ? ૧૧. તત્ત્વવ્યવસ્થામાં દ્રષ્ટિનો વિષય . ૧૨. ઉપસંહાર .. ૧૩. જ્ઞાનગોષ્ટિ. ૧૪. પરીક્ષાપત્ર.... ૧૫. પરીક્ષાપત્રના ઉત્તરો ........................
પરિશિષ્ટ ૧. પ્રમાણજ્ઞાન, શ્રુતજ્ઞાન અને નયનું સ્વરૂપ ૨. દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નય.......... ........ ૩. અન્વયદ્રવ્યાર્થિક નય...................
.......... ૪. પ્રવચનસાર ગાથા ૯૯.......... ૫. સમયસાર અનુશીલન – ગાથા છે....................૧૧૮
છે જે 8 x 9 9
Aઉ“ ..........
$
$ $
જ
૧૧૫
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧
ભૂમિકા
આપણે જો ભગવાન બનવું હોય તો ક્યા આત્માનું ધ્યાન કરવું જોઈએ ? ક્યા આત્માને આપણી દ્રષ્ટિમાં રાખવો જોઈએ ? જેને પોતાની શ્રદ્ધાનું શ્રદ્ધેય, પોતાના જ્ઞાનનું જ્ઞેય અને પોતાના ધ્યાનનું ધ્યેય બનાવ્યા સિવાય કોઈને સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું નથી, જેના સિવાય કોઈ ભગવાન બની શકતું નથી, એટલો મહત્વપૂર્ણ આ વિષય છે. તેની ચર્ચા આ પુસ્તકમાં છે.
‘સમયસાર પરમાગમની છઠ્ઠી-સાતમી ગાથાના આધાર પર એ ચર્ચા અહીં ચાલી રહી છે કે ‘દ્રષ્ટિનો વિષય’ શું છે ? દ્રષ્ટિના વિષયમાં પર્યાય સામેલ છે કે નહીં ? તથા એ પર્યાયનો વાસ્તવિક અર્થ શું છે? ‘દ્રષ્ટિના વિષયમાં પર્યાય સામેલ નથી' – પૂજ્યશ્રી ગુરુદેવે કહેલા આ કથનની ચર્ચા આ રીતે સમયસાર પરમાગમની છઠ્ઠી અને સાતમી ગાથાના આધાર પર આ પુસ્તકમાં કરવામાં આવી છે.
-
દ્રવ્યદ્રષ્ટિ, પર્યાયદષ્ટિ - એ પ્રમાણે ‘દ્રષ્ટિ’ શબ્દનો જે પ્રયોગ છે, તે સમ્યગ્દર્શનનો સૂચક નથી, પરંતુ અપેક્ષાનો સૂચક છે. દ્રવ્યદ્રષ્ટિ એટલે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાથી અને પર્યાયદ્રષ્ટિ એટલે પર્યાયાર્થિકનયની અપેક્ષાથી.
જે ભગવાન આત્મામાં પોતાપણું સ્થાપવાનું નામ સમ્યગ્દર્શન છે, જે ભગવાન આત્માને પોતારૂપ જાણવાનું નામ
Page #11
--------------------------------------------------------------------------
________________
દ્રષ્ટિનો વિષય
સભ્યજ્ઞાન છે અને જે ભગવાન આત્મામાં રમણ કરવાનું નામ સભ્યશ્ચારિત્ર છે; તે જ ભગવાન આત્મામાં આપણે પોતાપણું સ્થાપવાનું છે, તેને જ પોતારૂપ જાણવાનો છે અને તેનું જ ધ્યાન કરવાનું છે. જો એ ભગવાન આત્માના સ્વરૂપને સમજવામાં કોઈ ભૂલ રહી જશે, તો મિથ્યાત્વનો અભાવ નહીં થાય.
જે રીતે દેહાદિક પરપદાર્થમાં એકત્વને કારણે મિથ્યાત્વ જ રહે છે, તે જ રીતે જો આપણે કોઈ અન્ય પદાર્થને આત્મા જાણીને તેમાં એકત્વ સ્થાપિત કરી દઈશું, તો આપણને મિથ્યાદર્શનની જ પ્રાપ્તિ થશે.
દ્રષ્ટિનો વિષય સમજ્યા વિના ન તો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે અને ન તો સમ્યજ્ઞાનની. આત્માનું ધ્યાન પણ એ વિના સંભવ નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો મૂળ આધાર તો દ્રષ્ટિનો વિષયભૂત ભગવાન આત્મા જ છે. એના આશ્રય વિના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉત્પત્તિ થઈ શકતી નથી તો પછી આગળની તો વાત જ શું કરીએ ?
દ્રષ્ટિનો વિષય એટલે તે ભગવાન આત્મા જે વાસ્તવમાં હું છું અને જેના સિવાય હું અન્ય કાંઈ નથી. આપણે આખી દુનિયાને બે ભાગોમાં વહેંચવાની છે. એક બાજુ રાખવાનો છે આપણો આત્મા કે જે દ્રષ્ટિનો વિષય છે અને બીજી બાજુ રાખવાનું છે આખા જગતને. આખા જગતમાં સ્ત્રી, પુત્ર, મકાન, જાયદાદ તો આવે જ છે, પણ સાથે આપણાં પંચપરમેષ્ટિ પણ આવી જાય છે. તેઓ પણ આપણાથી પર છે ને ? તેથી તેઓમાં પણ આપણે પોતાપણું સ્થાપિત કરવાનું નથી.
♦ અત્યારે આપણે ‘“હું’’ કહેતાં શરીર અને આત્માને મેળવીને કહીએ છીએ, પણ તે બરાબર નથી. તો સાચો ‘‘હું’’ કોણ છે, તે આપણે શિલ્પી અને મૂર્તિના ઉદાહરણથી સમજીએ.
Page #12
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા
આપણે જાણીએ જ છીએ તેમ છ ફુટ લાંબા પત્થરમાંથી શિલ્પી પાંચ ફુટની પ્રતિમા બનાવે છે. છ ફુટના પાષાણને કંડારવાની શરૂઆત કરતા પહેલાં જ શિલ્પીને એ બરાબર જ ખ્યાલમાં હોય છે કે પાંચ ફટની પ્રતિમા કેવી હશે. મૂર્તિના નાક, કાન, આંખ વિગેરે ક્યાં, કેવાં અને કેવડાં હશે તેની ચોક્કસ માહિતી પત્થર કંડારતા પહેલાં જ તેની દ્રષ્ટિમાં હોય છે. જેટલી સુંદર પ્રતિમા પ્રથમ તેની દ્રષ્ટિમાં હશે તેટલી જ સુંદર પ્રતિમા પછી પત્થરમાંથી બનશે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જેવી પ્રતિમા એના દ્રષ્ટિના વિષયમાં પહેલાં હશે, તેવી જ પ્રતિમા તેને પ્રાપ્ત થશે.
એવી જ રીતે આપણાં દ્રવ્ય-ગુણ-પર્યાયવાળા પ્રમાણના આત્મામાંથી દ્રષ્ટિના વિષય ભગવાન આત્માને કંડારીને પ્રાપ્ત કરવાનો
છે. આપણી દ્રષ્ટિમાં આ ભગવાન આત્માનું સ્વરૂપ સમ્યફપ્રકારે જેટલું - સ્પષ્ટ હશે તે પ્રમાણે આપણને તેની પ્રાપ્તિ થશે.
આપણે ભગવાન મહાવીર જેવા બનવા માટે શું કરવાનું છે ? સ્ત્રી, પુત્ર, મકાન, જાયદાદ, રાગ-દ્વેષ આદિ કાંઈ જ તેમની પાસે નથી અને આપણી પાસે છે, તે બધાને આપણે છોડવાના છે. આપણે બહારથી કાંઈ મળવાનું નથી. ભગવાન આત્મા તો અંદર તૈયાર જ છે, બસ ફક્ત કાપકૂપ જ આપણે કરવાની છે. અને એ કાપકૂપ સૌથી પ્રથમ આપણે દ્રષ્ટિમાં કરવાની છે. જેમ શિલ્પી ટાંકણી તો પછી ચલાવે છે, પહેલાં તો પ્રતિમાનું સ્વરૂપ પોતાના જ્ઞાનમાં નક્કી કરે છે, તેમ આપણે સૌ પ્રથમ આપણા જ્ઞાનમાં ભગવાન આત્માના સ્વરૂપ વિષે સાચો અને પાકો નિર્ણય કરવાનો છે. ટાંકણી તો પછી ચાલશે, એટલે કે ક્રિયા-ચારિત્ર તો પછી થશે, પહેલાં તો આપણે તે ભગવાન આત્માના સ્વરૂપને આપણી દ્રષ્ટિમાં બિલકુલ બરાબર બેસાડવાનું છે.
• દ્રષ્ટિનો વિષય એટલે તે ભગવાન આત્મા જેને આપણે દ્રષ્ટિમાં રાખવાનો છે, જેમાં આપણે આપણું પોતાપણું સ્થાપવાનું છે, હું આ જ છું એમ જાણવાનું અને માનવાનું છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
- દ્રષ્ટિનો વિષય
• આ જે તાજમહાલ છે ને ? તે જમીન પર તો પછીથી બન્યો હશે, પહેલાં તો કાગળ પર બન્યો હશે; અને તે પહેલાં પણ તે તેના બનાવનારના મગજમાં બન્યો હશે. આવો સુંદર તાજમહાલ તો તેને ત્યારેય દેખાતો હશે જ્યારે તેણે કામ શરૂ કરાવ્યું હશે. ભગવાન આત્માની પ્રાપ્તિના ઈચ્છુક જીવે પણ પોતાનું સાચું સ્વરૂપ પોતાની દ્રષ્ટિમાં આ રીતે પહેલેથી જ રાખવાનું છે. ધ્યાન રહે, તાજમહાલનું ઉદાહરણ એટલું બંધબેસતું નથી જેટલું પ્રતિમાનું છે. તાજમહાલ તો પત્થરોને જોડી જોડીને (ભેગા કરીને બનાવવામાં આવ્યો હતો જ્યારે પ્રતિમા તો પત્થરને તોડી તોડીને (કોતરીને) બનાવવામાં આવે છે, જે વધુ બંધ બેસતું છે. કારણ કે દષ્ટિના વિષય ભગવાન આત્માને પ્રમાણના વિષય આત્મામાંથી તોડી તોડીને (કોતરીને, કાપકૂપ કરીને) કાઢવામાં આવે છે.
• પ્રમાણના વિષયભૂત આત્મદ્રવ્યમાંથી દ્રષ્ટિના વિષયભૂત આત્માને કોતરીને કાઢવાના પહેલા પગલાં તરીકે ઉપચરિત અસદ્ભત વ્યવહારનયથી આત્માના કહેવાય એવા) સ્ત્રી, પુત્ર, મકાન, જાયદાદ તથા (અનુપચરિત અસભૂત વ્યવહારનયથી જે આત્માના કહેવાય એવા) શરીર આદિની કાપકૂપની વાત તો આપણે આ પહેલાં કહી ચૂક્યા છીએ. હવે (ઉપચરિત સભૂતવ્યવહારનયના વિષય) રાગદ્વેષાદિ વિકારી ભાવો વિષે વાત કરીએ છીએ કે આ રાગદ્વેષાદિ ભાવો આપણા આત્માનાં જ ભાવ છે, પરંતુ તે પરના લક્ષે પેદા થયા છે, તેથી આપણે તેમને પરના ખાતામાં નાખીએ છીએ. તેઓ “સ્વ” ની સીમામાં નથી, તેથી તેઓમાં પોતાપણું સ્થાપિત કરવાલાયક નથી, તેઓ મારી ચીજ છે એમ માનવાલાયક નથી. જેમ પુત્રનો રાગ’ પુત્રમાં થતો નથી, પરંતુ પુત્રના લક્ષે આપણામાં થાય છે, તેથી આપણે તેને પુત્રના ખાતામાં નાખીએ છીએ, તેવી જ રીતે ભગવાનનો રાગ' ભગવાનમાં થતો નથી – ભગવાન તો વીતરાગી છે - પણ તે રાગ ભગવાનના લક્ષે આપણામાં થાય છે,
Page #14
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા
જેમ પરપતિના સંયોગથી થયેલું સંતાન અપમાનનું કારણ બને છે, દુઃખનું કારણ બને છે, તેને પોતાનું માનવા કોઈ તૈયાર હોતું નથી; પરંતુ સ્વપતિના સંયોગથી થયેલા સંતાનને સૌ કોઈ પોતાનું માને છે, સન્માન આપે છે અને તે સંતાન માતાનું ગૌરવ વધારે છે. તેવી જ રીતે આપણી વિકારી પર્યાય જે પરના સંયોગથી પેદા થઈ છે, પરના લક્ષે પેદા થઈ છે, તે પોતાની માનવાલાયક નથી, પરંતુ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય-સ્વપતિના સંયોગની જેમ પોતાના લક્ષથી પેદા થઈ છે તેથી તે આપણી જ છે.
હવે દ્રષ્ટિના વિષયરૂપ પ્રતિમાને કોતરવા એક પગલું આગળ જઈએ છીએ. આ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય છે, અરહંત દશા છે, સિદ્ધ દશા છે; તે પણ હું નથી, કારણ કે હું તો અનાદિ અનંત છું. જો હું આ નિર્મળ પર્યાયને મારામાં સામેલ કરીશ તો મારું જે અનાદિઅનંત સ્વરૂપ છે, તે ખંડિત થઈ જશે, તેથી હું તે-પર્યાયોથી પણ રહિત છું. આમ (અનુપચરિત સદ્ભૂતવ્યવહારનયના વિષયભૂત) સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ નિર્મળ પર્યાયોનો પણ દ્રષ્ટિના વિષયમાં સમાવેશ થતો નથી.
આમ સ્ત્રી, પુત્ર, મકાન, જાયદાદ તથા શરીરાદિ અને વિકારી તથા અવિકારી પર્યાયો પણ જેમાં નથી એવા દ્રષ્ટિના વિષય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની વાત તો સામાન્ય રીતે બધા મુમુક્ષુઓ જાણે છે, પરંતુ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવવાળા દ્રષ્ટિના વિષયની વાત બહુ ઓછા લોકો જાણે છે, તેથી તેઓને આ વિષે મુંઝવણ થાય તે સ્વાભાવિક છે.
આ મુંઝવણનું કારણ એ છે કે દ્રષ્ટિના વિષયમાંથી જે પર્યાયને કાઢવામાં આવી છે, તે પર્યાયનો વાસ્તવિક અર્થ શું છે ? શું તેનો અર્થ ફક્ત રાગદ્વેષમોહાદિની વિકારી પર્યાય અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય જેટલો જ છે ? ભાઈ ! એનો અર્થ એટલો જ નથી, પરંતુ તેનાથી પણ વધુ છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
દ્રષ્ટિનો' વિષય
પ્રદેશભેદનું નામ પણ પર્યાય છે, ગુણભેદનું નામ પણ પર્યાય છે, કાળભેદનું નામ પણ પર્યાય છે, દ્રવ્યના વિશેષનું નામ પણ પર્યાય છે; જ્યારે પ્રદેશોની અખંડતાનું નામ દ્રવ્ય છે, ગુણોની અખંડતાનું નામ દ્રવ્ય છે, કાળની અખંડતાનું નામ દ્રવ્ય છે અને દ્રવ્યમાં સામાન્યનું નામ પણ દ્રવ્ય છે.
૬
આવી પર્યાયો વગરના આત્માને આપણે દ્રષ્ટિમાં સ્થાપવાનો છે, તેને આપણે પોતાનો માનવાનો છે, તેમાં આપણે પોતાપણું સ્થાપવાનું છે, અને એ નિર્ણય કરવાનો છે કે આ જ હું છું અને એના સિવાય હું બીજું કોઈ નથી.
અહીંથી ‘દ્રષ્ટિનો વિષય’ – પુસ્તકનો પ્રારંભ થાય છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨
સ્વચતુષ્ટયા
• દ્રષ્ટિનો વિષય એટલે દ્રવ્યદ્રષ્ટિનો વિષય. દ્રવ્ય એટલે શું? દ્રવ્ય શબ્દનો ઉપયોગ જિનવાણીમાં ત્રણ રીતે કરવામાં આવે છે : ૧. ગુખપર્યયવત્ દ્રવ્યમ્ – તે દ્રવ્ય, જેને શાસ્ત્રીય ભાષામાં પ્રમાણનું
દ્રવ્ય કહેવામાં આવે છે. એ દ્રવ્ય-ગુણ અને પર્યાય સહિત હોય
છે. આ દ્રવ્ય તે દ્રષ્ટિનો વિષય નથી. ૨. દરેક વસ્તુમાં ચાર ચીજો હોય છે : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ.
આ ચતુષ્ટયમાં જે દ્રવ્ય આવ્યું તે પણ દ્રષ્ટિનો વિષય નથી. ૩. પર્યાયાર્થિકનયના વિષયને પર્યાય અને દ્રવ્યાર્થિકનયના વિષયને
દ્રવ્ય કહેવામાં આવે છે. આ દ્રવ્ય તે દ્રષ્ટિનો વિષય છે. પ્રમાણના દ્રવ્યમાંથી દ્રષ્ટિના વિષય આદ્રવ્યને કોતરીને કાઢવાનું
જેમ દૂધમાં ઘી છે તે સાચી વાત છે, પરંતુ તે અણઘડ હાથોથી નિકળતું નથી. દૂધમાંથી ઘી કાઢવાની એક ખાસ વિધી છે, જે સિવાય અન્ય કોઈ વિધીથી તે કાઢી શકાતું નથી. તેવી જ રીતે દ્રષ્ટિના વિષયને કાઢવાની પણ એક ખાસ વિધી છે. એ વિધી છે તો સરળ, પણ તે તેને સમજવા માટે ઉપયોગને કેન્દ્રિત કરવો પડશે.'
Page #17
--------------------------------------------------------------------------
________________
– દ્રષ્ટિનો વિષય
. • પ્રમાણના દ્રવ્યમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ ચાર ચીજો છે. ખરેખર તો આ ચાર જુદી જુદી ચીજો નથી પરંતુ એક જ વસ્તુને જોવાના ચાર દ્રષ્ટિકોણ છે. દરેક વસ્તુને આ ચાર દ્રષ્ટિકોણોથી જોવામાં આવે છે. જેમ કે લગ્નની આમંત્રણ પત્રિકામાં –
કોનું? એ દ્રવ્યનું સૂચક છે, કયાં ? એ ક્ષેત્રનું સૂચક છે, ક્યારે ? એ કાળનું સૂચક છે, શું? એ ભાવનું સૂચક છે.
જો આમાંથી એક પણ ચીજ નહિ હોય તો આમંત્રણ પત્રિકા ખંડિત થઈ જશે અર્થાત્ તે આમંત્રણ પત્રિકા નહિ રહે.
ઓ ચાર ચીજોથી પ્રમાણનું દ્રવ્ય બને છે, જેમાંથી આપણે દ્રષ્ટિના વિષયને કાઢવાનો છે.
૦ આ એક નિયમ છે કે દરેક વસ્તુ સ્વચતુષ્ટયથી યુક્ત હોય છે. વસ્તુ તેનું જ નામ છે કે જે સ્વચતુષ્ટયથી યુક્ત હોય. આમ વસ્તુ તેને કહે છે, જેમાં ચાર ચીજો મળી આવે. જો ચાર ચીજોમાંથી એક પણ ખંડિત થઈ ગઈ, તો તે વસ્તુ છે અને અવસ્તુ ગધેડાના શીંગડા સમાન હોય છે. વસ્તુમાં પ્રાપ્ત થતી તે ચાર ચીજો છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ.
દ્રવ્યનો અર્થ છે વસ્તુ, ક્ષેત્રનો અર્થ છે પ્રદેશ, કાળનો અર્થ છે પર્યાય અને ભાવનો અર્થ છે ગુણ. જેમાં દ્રવ્ય, ગુણ, પર્યાય અને પ્રદેશ સામેલ હોય, તેનું નામ જ વસ્તુ છે. . • આચાર્યકલ્પ પંડિત ટોડરમલજીએ પણ “મોક્ષમાર્ગપ્રકાશક' માં લખ્યું છે કે અનાદિનિધન વસ્તુઓ ભિન્ન-ભિન્ન પોતાની મર્યાદા સહિત પરિણમિત થાય છે. અહીં અનાદિનિધન કહીને કાળની વાત કહી છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
સ્વચતુષ્ટય -
'જ્યારે દ્રષ્ટિના વિષયમાં પર્યાયનો નિષેધ કરવામાં આવે છે. ત્યારે આપણે કાળ નામના અંશનો નિષેધ સમજી લઈએ છીએ; પરંતુ વસ્તુના જે ચાર અંશ - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ છે; તેમાં જે કાળાશ છે, તે તો દ્રષ્ટિના વિષયમાં સામેલ છે. સૌથી મોટો ખતરો તો એ જ છે કે ‘કાળ અંશને પર્યાય સમજીને તેનો નિષેધ કરી દેવામાં આવે છે. આચાર્ય સમન્તભ પણ એ જ કહ્યું છે કે કોળ વિના અખંડ વસ્તુ સ્વીકારી જ શકાતી નથી. કાળ વિના તો વસ્તુ ગધેડાના શીંગડા સમાન છે.
આચાર્ય સમન્તભ “આપ્ય-મીમાંસા' માં લખ્યું છે - सदेव सर्व को नेच्छेत्स्वरूपादिचतुष्टयात् ।
સવ વિપસા, વતિષ્ઠરે છે
આ દુનિયામાં એવો કોણ મૂર્ખ છે, જે વસ્તુને સ્વરૂપ ચતુષ્ટયની અપેક્ષાએ સરૂપે સ્વીકાર નહીં કરે અને એવો કોણ છે, જે વસ્તુને પરચતુષ્ટયની અપેક્ષાએ નાસ્તિરૂપ સ્વીકાર નહીં કરે ? જો કોઈ એવો હશે તો પણ તે પોતાની વાતને સિદ્ધ કરી શકશે નહીં. અર્થાત્ જે તેણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આ ચાર ચીજો સ્વીકારી નહીં તો વસ્તુ-વ્યવસ્થા જ બનશે નહીં.
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં પણ આચાર્ય અમૃતચંદ્રદેવે લખ્યું છે न द्रव्येण खंडयामि, न क्षेत्रेण खंडयामि, न कालेन खंडयामि, न भावेन વંડયામિ અર્થાતુ નતો હુંદ્રવ્યથી ખંડિત છું, ન ક્ષેત્રથી ખંડિત છું, નકાળથી ખંડિત છું, ન ભાવથી ખંડિત છું, હું તો એક અખંડતત્વ છું.
ભારતને સન ૧૯૪૭માં આઝાદી મળી. જે અંગ્રેજો એમ કહેત કે ભારતને આઝાદી તો આપી દઈએ છીએ, પરંતુ દિલ્હી અમારા કબજામાં રહેશે, તો ભારત ક્ષેત્રથી ખંડિત થઈ ગયું એમ કહેવાત. અથવા જો અંગ્રેજો
Page #19
--------------------------------------------------------------------------
________________
દ્રષ્ટિનો વિષય એમ કહેત કે ભારતને આઝાદી તો આપી દઈએ છીએ, પરંતુ દસ વર્ષ માટે જ આઝાદી મળશે. જો દસ વર્ષમાં કોઈ સારું કામ ન કર્યું અને ક્યાંક ગડબડ થઈ, તો અગીયારમા વર્ષમાં અમે આઝાદી છીનવી લઈશું, તો તે આઝાદી કાળથી ખંડિત થઈ ગઈ એમ કહેવાત.
આઝાદી એનું નામ નથી કે જે ક્ષેત્રથી ખંડિત થઈ જાય અથવા જે કાળથી ખંડિત થઈ જાય.
તેવી જ રીતે જે વસ્તુમાંથી કાળ નામનો અંશ કાઢી નાખવામાં આવે તો તે વસ્તુ કાળથી ખંડિત થઈ જશે અને પછી તે વસ્તુ જ નહીં રહે.
અહીં દ્રષ્ટિના વિષયમાં જે ગરબડ થવાની આશંકા છે, તે એ રીતે છે કે આપણને એમ લાગે છે કે પર્યાયના નિષેધમાં કાળની અખંડતા ખંડિત થઈ રહી છે અર્થાત્ પર્યાયનો નિષેધ કરવાથી ભગવાન આત્મા કાળથી અખંડિત રહી શક્તો નથી. આથી હું એ વાતનું પ્રતિપાદન કરવાની કોશિશ કરી રહ્યો છું કે દ્રષ્ટિના વિષયમાં પર્યાયાર્થિકનયની વિષયભૂત પર્યાય ન હોવા છતાં પણ દ્રષ્ટિની વિષયભૂત વસ્તુ કાળથી અખંડિત જ છે.
• જેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચાર ચીજો હોય, તેનું નામ વસ્તુ છે.
આત્મા એક વસ્તુ છે, દ્રવ્ય છે. આત્માનું અસંખ્યપ્રદેશીપણું તેનું ક્ષેત્ર છે. અસંખ્યાત પ્રદેશ ક્ષેત્ર નથી, કારણ કે અસંખ્યાત પ્રદેશ કહેવાથી અસંખ્યાતનો ભેદ ઊભો થઈ જાય છે, પછી તે એક આત્મા રહેતો નથી. અસંખ્યાતપ્રદેશીપણું અથવા અસંખ્યનો અભેદ-તેનું નામ ક્ષેત્ર છે. અનંત ગુણોનો અભેદ, આત્માનો ભાવ છે. અનાદિ-અનંતતા તેનો કાળ છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
સ્વચતુષ્ટય.
• પૂજ્ય ગુરુદેવશ્રી તેમના પ્રવચનોમાં અનેક વાર ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા’ કહેતા હતા. તેઓશ્રી ત્રિકાળી” કહીને કાળની અખંડતા દર્શાવતા હતા. તેવી જ રીતે અસંખ્યાતપ્રદેશી કહીને ક્ષેત્રની અખંડતા તેમજ અનંતગુણોનો અખંડપિંડ કહીને ગુણોની અખંડતા દર્શાવતા હતા. પછી આ બધાના સમગ્રરૂપ એવો ભગવાન આત્મા અર્થાત્ હું એક વસ્તુ છું – એમ કહેતા હતા. આ રીતે તેઓશ્રી ચારેય વિશેષણોનો પ્રયોગ કરતા હતા. તેઓશ્રી ત્રિકાળી' શબ્દ તો અવશ્ય બોલતા હતા.
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩
-
દ્રષ્ટિનો વિષય
• દ્રવ્યાર્થિકનયનો વિષય એ જ દ્રષ્ટિનો વિષય છે. આથી દ્રષ્ટિના વિષયને સમજવા માટે દ્રવ્યાર્થિકનયના સ્વરૂપને, તેના વિષયને સારી રીતે સમજવો જ જોઈશે.
પરમભાવપ્રકાશન ચક્રમાં જે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયનું પ્રકરણ મેં લખ્યું છે, તેના પ્રારંભના ૪-૫ પાનામાં આનું વિસ્તારથી વર્ણન છે. આ વાતને સમજવા માટે તે પ્રકરણનું અધ્યયન ઊંડાણથી કરવું. જોઈએ. (સંદર્ભ માટે જુઓ પરિશિષ્ટ)
• વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે. ભેદાભદાત્મક છે, નિત્યાનિત્યાત્મક છે, એકાનેકાત્મક છે.
વસ્તુ દ્રવ્યની અપેક્ષા સામાન્ય પણ છે અને વિશેષ પણ છે; કાળની અપેક્ષા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે; ક્ષેત્રની અપેક્ષા ભેદ પણ છે અને અભેદ પણ છે તથા ભાવની અપેક્ષા એક પણ છે
અને અનેક પણ છે. આ રીતે વસ્તુની આ આઠ વિશેષતાઓ છે. અર્થાત્ * વસ્તુ એક પણ છે, અનેક પણ છે; નિત્ય પણ છે, અનિત્ય પણ છે; ભેદ પણ છે, અભેદ પણ છે; સામાન્ય પણ છે અને વિશેષ પણ છે.
• દ્રવ્યાર્થિકનયના વિષયને દ્રવ્ય' કહે છે અને પર્યાયાર્થિકનયના વિષયને ‘પર્યાય' કહે છે. વસ્તુના સામાન્ય, નિત્ય, અભેદ અને એક અંશો દ્રવ્યાર્થિકનયના વિષય બને છે. અને તેથી તેમને દ્રવ્ય' સંજ્ઞા
Page #22
--------------------------------------------------------------------------
________________
દ્રષ્ટિનો વિષય
છે; વસ્તુના વિશેષ ભેદ, અનિત્ય અને અનેક અંશો પર્યાયાદિકનયના વિષય બને છે અને તેથી તેમને ‘પર્યાય' સંજ્ઞા છે.
૧૩
• આમ વસ્તુ પ્રમાણનો વિષય છે. એમાંથી સામાન્ય, અભેદ, નિત્ય અને એક એ ચાર તો દ્રવ્યાર્થિકનયના વિષય છે અને તેઓ દ્રષ્ટિના વિષયમાં સામેલ છે તથા વિશેષ, ભેદ, અનિત્ય અને અનેક એ ચાર પર્યાયાર્થિંકનયના વિષય છે અને તેઓ દ્રષ્ટિના વિષયમાં સામેલ નથી.
સામાન્ય, અભેદ, નિત્ય અને એક – એ દ્રવ્યાર્થિકનયના વિષય છે. વસ્તુ તો એક છે; પરંતુ એની આ ચાર વિશેષતાઓ છે. એ ચાર હોવાથી ભેદ થઈ ગયો; તેથી એ ‘ચારપણું’ પણ પર્યાયાર્થિકનયનો વિષય બને છે. પરંતુ આ ચારેયનો અભેદ દ્રવ્યાર્થિકનયનો વિષય છે, તે જ દ્રષ્ટિનો વિષય છે અને તેમાં પર્યાય સામેલ નથી.
આમ આ દ્રષ્ટિના વિષયમાં પર્યાયાર્થિનયના વિષય-વસ્તુના એ ચાર અંશો સામેલ નથી, જેમની પર્યાય સંજ્ઞા છે તથા તે ચાર અંશો સામેલ છે, જેમની દ્રવ્ય સંજ્ઞા છે. ધ્યાન રહે કે દ્રવ્ય સંજ્ઞા જેમને છે તે ચાર અંશોનો પણ ભેદ દ્રષ્ટિના વિષયમાં સામેલ નથી પરંતુ તે ચારેય અંશોનો અભેદ જ દ્રષ્ટિનો વિષય છે. આનું જ નામ છે પર્યાયથી રહિત દ્રષ્ટિનો વિષય.
પ્રશ્ન:- દ્રવ્ય શબ્દનો પ્રયોગ તો અનેક અર્થોમાં થાય છે. એમાંથી દ્રષ્ટિનો વિષય કયું દ્રવ્ય છે ?
ઉત્તર:- પ્રત્યેક વસ્તુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમય હોય છે. વસ્તુના આ ચાર પક્ષોમાં દ્રવ્ય પણ એક પક્ષ છે, જે સામાન્યવિશેષાત્મક હોય છે. આ રીતે વસ્તુના સામાન્ય-વિશેષાત્મક પક્ષને પણ દ્રવ્ય કહે છે અને મૂળ વસ્તુને પણ દ્રવ્ય કહે છે. આ બન્ને દ્રવ્યો દ્રવ્યદ્રષ્ટિના વિષય બનતા નથી.
Page #23
--------------------------------------------------------------------------
________________
દ્રષ્ટિનો વિષય
આમ (૧) એક દ્રવ્ય તો જીવ, પુદ્ગલ આદિ છ દ્રવ્યોવાળા દ્રવ્યને કહે છે. (૨) સામાન્ય-વિશેષાદિ ચાર પક્ષોમાંથી સામાન્યવિશેષના સમ્મિલિતરૂપને પણ દ્રવ્ય કહે છે. (૩) ત્રીજું-સામાન્ય, અભેદ, નિત્ય અને એક-આ ચારેયના સમ્મિલિતરૂપનું નામ પણ દ્રવ્ય છે. આ રીતે આ ત્રણેયનું નામ દ્રવ્ય છે; પરંતુ દ્રષ્ટિનો વિષય ત્રીજા અર્થવાળું દ્રવ્ય જ છે; પહેલા અને બીજા અર્થવાળું નહિ; અને દ્રષ્ટિના વિષય એ દ્રવ્યમાં પર્યાય સામેલ નથી.
• દ્રવ્યાર્થિકનયનો વિષય જ દ્રષ્ટિનો વિષય છે; કારણ કે દ્રવ્યાર્થિકનયનો વિષય અભેદ છે અને અભેદ નિર્વિકલ્પતાનો જનક છે. પર્યાયાર્થિકનયનો વિષય ભેદ છે અને ભેદ વિકલ્પનો જનક હોવાથી દ્રષ્ટિનો વિષય થઈ શકતો નથી.
• પ્રવચનસારની ૧૧૪મી ગાથામાં “gmય ૧૩ જિળ્ય' લખ્યું છે અર્થાત્ જે પર્યાયને ગૌણ કરીને એકલા દ્રવ્યના પક્ષને ગ્રહણ કરે છે, તે દ્રવ્યાર્થિકનય છે અને જે દ્રવ્યને ગૌણ કરીને પર્યાયને ગ્રહણ કરે છે, તે પર્યાયાર્થિકનય છે. અહીં સ્પષ્ટરૂપે “ગૌણ કરીને લખ્યું છે, અભાવ કરીને નહીં. “ગૌણ કરવાનો અર્થ સત્તાની અસ્વીકૃતિ નથી.
• આ સંદર્ભમાં સમયસાર અનુશીલનનું નીચે જણાવેલું કથન દ્રવ્ય છે :
“પર્યાયદ્રષ્ટિનો વિષય બનવાને કારણે વિશેષ, અનેક, ભેદ તેમજ અનિત્યતાને પર્યાય કહેવાય છે અને દ્રવ્યદ્રષ્ટિનો વિષય બનવાને કારણે સામાન્ય, એક, અભેદ તેમજ નિત્યતાને દ્રવ્ય કહેવાય છે. આ જ દ્રવ્ય દ્રવ્યદ્રષ્ટિનો વિષય બને છે અને એના જ આશ્રયે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ થાય છે. આ દ્રવ્યમાં સામાન્યના રૂપમાં દ્રવ્ય, એકના રૂપમાં અનંત ગુણોનો અખંડ પિંડ, અભેદના રૂપમાં અસંખ્ય પ્રદેશોનો અખંડ પિંડ અને નિત્યના રૂપમાં અનંતાનંત પર્યાયોનો
Page #24
--------------------------------------------------------------------------
________________
દ્રષ્ટિનો વિષય
સામાન્યાંશ અથવા વૃત્તિનો અનુસૂતિથી રચિત પ્રવાહ સામેલ છે. આમ દ્રષ્ટિના વિષયમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અખંડતા-એકતા વિદ્યમાન રહે છે.””
૧૫
પર્યાય અને દ્રવ્યના સંબંધમાં અત્યારે જેટલો પણ ભ્રમ ઉત્પન્ન થયો છે, તે બધો દ્રવ્ય અને પર્યાય, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિંકનયના વાસ્તવિક સ્વરૂપ નહીં સમજવાના કારણે થયો છે.
આપણે દ્રવ્ય-ગુણ-પર્યાયના રૂપમાં વસ્તુવ્યવસ્થાને તો સમજ્યા છીએ પરંતુ સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ અને સ્વભાવના રૂપમાં વસ્તુવ્યવસ્થાનું અધ્યયન આપણે બારીકાઈથી કર્યું નથી. ‘દ્રવ્ય’ શબ્દના પણ અનેક અર્થ થાય છે.
સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના બે-બે ભાગમાંથી એક એક ભાગનું નામ પર્યાય છે અને બીજા ભાગનું નામ દ્રવ્ય છે. અરે ભાઈ ! કાળને પણ પર્યાય કહેવાય છે, પરંતુ જો વસ્તુમાંથી પર્યાયના નામે કાળને કાઢી નાખશું તો પછી વસ્તુ જ બની શકતી નથી.
લૌકિક વ્યવહારમાં પણ જો કોઈને પધારવાનું નિમંત્રણ આપવું હોય તો ક્યાં, ક્યારે, શા માટે – આ પ્રશ્નોનો ઉત્તર એમાં હોવો જોઈએ, માત્ર ‘પધારજો’ એટલું કહેવું પૂરતું નથી. પરંતુ એમાં આ બધી આવશ્યક વાતો હોવી જોઈએ.
જો લગ્નની આમંત્રણ પત્રિકા આપવી હોય, જો તેમાં વર-કન્યાનો અલંકાર તેમજ ગુણ સહિત નામોલ્લેખ હોય, કૃપાભિલાષી તેમજ દર્શનાભિલાષી–એમના પણ નામ લખ્યાં હોય; પરંતુ જો તેમાં સમય અને સ્થાન ન લખ્યાં હોય, તો કોઈ પણ વ્યક્તિ લગ્નમાં આવી શકશે નહિ. આ રીતે જો લૌકિક વ્યવહારમાં કોઈ કાર્યનું આયોજન દ્રવ્ય
૧. સમયસાર અનુશીલન (ગુજરાતી) ભાગ ૧, પાનું ૮૫
Page #25
--------------------------------------------------------------------------
________________
- દ્રષ્ટિનો વિષય
ક્ષેત્ર-કાળ-ભાવ વિના થઈ શકતું નથી, તો પછી વસ્તુ પણ કાળ વિના સમગ્ર વસ્તુ કહી શકાતી નથી. જો પર્યાયના નામે કાળને વસ્તુમાંથી કાઢી નાખવામાં આવે તો તે સંપૂર્ણ વસ્તુ નહીં કહેવાય.
વિશેષ, અનેક, ભેદ તેમજ અનિત્યતા - આ બધા પર્યાયાર્થિકનયના વિષય હોવાથી પર્યાય છે. તેઓ પર્યાય હોવાનું એક માત્ર કારણ એ છે કે તેઓ પર્યાયાર્થિકનયના વિષય છે. સામાન્ય, એક, અભેદ તેમજ નિત્યતા આ બધા દ્રવ્યાર્થિકનયના વિષય હોવાથી દ્રવ્ય છે. આ ચારેયનો અભેદ એક દ્રવ્ય જ દ્રવ્યદ્રષ્ટિનો વિષય છે અને તેના જ આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ થાય છે.
દ્રષ્ટિના વિષયભૂત આ દ્રવ્યમાં સામાન્યના રૂપમાં દ્રવ્ય, એકના રૂપમાં અનંતગુણોનો અખંડપિંડ, અભેદના રૂપમાં અસંખ્યપ્રદેશોનો અખંડપિંડ અને નિત્યના રૂપમાં અનંતાનંત પર્યાયોનો સામાન્યાંશ-આ બધાને સામેલ કરવામાં આવ્યાં છે.
અનંતાનંત પર્યાયોના સામાન્યાંશને જ “વૃત્તિનો અનુસ્મૃતિથી રચિત પ્રવાહ કહેવામાં આવે છે. હું અહીં જાણી કરીને “પર્યાય શબ્દનો પ્રયોગ કરવા માંગતો નથી. જો હું આની જગ્યાએ એમ કહ્યું કે દ્રષ્ટિના વિષયમાં પર્યાયોનો અનુસૂતિથી રચિત પ્રવાહ સામેલ છે, તો લોકોને લાગે છે કે મેં દ્રષ્ટિના વિષયમાં પર્યાયને સામેલ કરી દીધી છે !
અરે ભાઈ! પર્યાયોના પ્રવાહથી અલગ કોઈ અન્ય નિત્ય નથી. દ્રષ્ટિના વિષયમાં આ નિત્યનો નિષેધ નથી. અહીં નિષેધ તો પ્રદેશભેદ, ગુણભેદનો છે. બે ગુણોમાં લક્ષણભેદ હોવાથી તેના લક્ષ્યથી વિકલ્પની ઉત્પત્તિ થાય છે અને અમેદવસ્તુ ખ્યાલમાં આવતી નથી, તેથી દ્રષ્ટિના વિષયમાં ગુણભેદનો નિષેધ કર્યો છે.
આ જ સંદર્ભમાં સાતમી ગાથાના પંડિત જયચંદજી દ્વારા લિખિત
Page #26
--------------------------------------------------------------------------
________________
દ્રષ્ટિનો વિષય –
– ૧૭ ભાવાર્થમાં ઉઠાવાયેલા પ્રશ્નો અને તેના અપાયેલા ઉત્તરનું જે સ્પષ્ટીકરણ પૂ. ગુરુદેવે કર્યું છે, તે પણ દ્રષ્ટવ્ય છે :' ત્યારે અહીં શિષ્યને પ્રશ્ન થાય છે કે – પર્યાય પણ દ્રવ્યનો જ ભેદ છે, અવસ્તુ તો નથી; તો તેને વ્યવહાર કેમ કહી શકાય ? પ્રથમ શિષ્યનો પ્રશ્ન બરાબર સમજવો જોઈએ. ભેદ જે પર્યાય છે તે દ્રવ્યનો જ પોતાનો અંશ છે, અવસ્તુ એટલે કે પરવસ્તુ તો નથી. જેમ શરીર પર છે, કર્મ પર છે. એમ પર્યાય પર છે એમ નથી. પર્યાય તો સ્વદ્રવ્યનો અંશ છે તેથી સ્વવસ્તુ છે, પોતાની છે, પોતામાં છે, નિશ્ચય છે. તો તેને વ્યવહાર કેમ કહેવાય ? ભાષા તો સાદી છે, પણ ભાવ ઘણો ઊંડો છે, ભાઈ ! અહો! જુઓને પંડિત જયચંદજીએ કેવો સરસ ખુલાસો કર્યો છે !
તેનું સમાધાન - એ તો ખરું છે. પર્યાય વસ્તુનો જ ભેદ છે પણ અહીં દ્રવ્યદ્રષ્ટિથી અભેદને પ્રધાન કરીને ઉપદેશ છે.
દ્રવ્ય અને પર્યાય બન્ને આત્માની ચીજ છે. પર્યાય છે તે પણ વસ્તુ છે, અવસ્તુ નથી. પરંતુ અહીં પર્યાયદ્રષ્ટિ છોડાવીને દ્રવ્યદ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. તેથી અભેદને મુખ્ય કરી ઉપદેશ છે. અભેદદ્રષ્ટિમાં ભેદને ગૌણ કરવાથી જ અભેદ સારી રીતે માલૂમ પડી શકે છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં ભેદને ગૌણ કરીને એટલે અભાવ કરીને એમ નહીં, પણ ભેદને અમુખ્ય રાખીને એટલે કે ભેદનું લક્ષ છોડીને તેને વ્યવહાર કહ્યો છે. વ્યવહાર કહો કે અસત્યાર્થ કહો; પર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી છે, અભાવ કરીને નહીં.
અહીં એવો અભિપ્રાય છે કે ભેદદ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. અનંત ગુણોનો ધરનાર ધર્મ એવો જે અભેદ આત્મા તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રભુતા, સ્વચ્છતા એવા અનંત ગુણોના ભેદ જો લક્ષમાં લેવા જશે તો રાગ ઉત્પન્ન થશે, સમ્યગ્દર્શન નહીં થાય. નવ તત્વના ભેદ
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૮ -
- દ્રષ્ટિનો વિષય
પાડવા એ વાત તો દૂર રહી પણ ગુણ અને ગુણીનો ભેદ પાડવા જાય ત્યાં પણ નિર્વિકલ્પ દશા થતી નથી. વસ્તુ અને એની શક્તિઓ એવો જે ભેદ તે દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય તો અભેદ, અખંડ, એક જ્ઞાયક છે.. દ્રષ્ટિ પોતે પર્યાય છે પણ પર્યાય તે દ્રષ્ટિનું ધ્યેય નથી.”
દ્રષ્ટિના વિષયના સંદર્ભમાં પૂ. ગુરુદેવશ્રીના કથનોને વારંવાર ઉધૃત કરીને હું એ બતાવવા માગું છું કે મારા કથનો પૂ. ગુરુદેવશ્રીના કથનોથી મળતા નથી, એમ નથી.
* આ પ્રમાણે પૂ. ગુરુદેવશ્રીએ ગુણભેદના સંબંધમાં કહ્યું છે કે અનંતગુણાત્મક, અનંતધર્માત્મક ભગવાન આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રભુતા, સ્વચ્છતા આદિ અનંતગુણોને લક્ષમાં લેવાથી રાગ જ ઉત્પન્ન થાય છે. નવતત્વોના ભેદની વાત તો દૂર રહી, જો ગુણ-ગુણીનો ભેદ પણ ઊભો થશે તો નિર્વિકલ્પ દશા નહીં થાય. વસ્તુ અને એની શક્તિઓ-એવો ભેદ પણ દ્રષ્ટિનો વિષય બનતો નથી. દ્રષ્ટિનો વિષય તો અભેદ, અખંડ, એક જ્ઞાયકભાવ જ છે. દ્રષ્ટિ સ્વયં પર્યાય છે, તે પણ દ્રષ્ટિના વિષયમાં આવતી નથી, તે પણ ધ્યાનનું ધ્યેય બનતી નથી.
દ્રષ્ટિના વિષયમાં ગુણનો ભેદ, પ્રદેશનો ભેદ, કાળનો ભેદ આદિ કોઈ પણ ભેદ સામેલ નથી. લોકોને એમ લાગે છે કે ગુણો અને પ્રદેશોમાં માત્ર તેમનો ભેદ કાઢી નાખ્યો છે અને ગુણોને તથા પ્રદેશોને રાખી લીધા છે, જ્યારે પર્યાયોને દ્રષ્ટિના વિષયમાંથી સંપૂર્ણપણે કાઢી નાખી છે. અરે ભાઈ! એમ નથી. જે પ્રમાણે ગુણભેદને તથા પ્રદેશભેદને, તેઓ પર્યાયાર્થિકનયના વિષય હોવાથી, દ્રષ્ટિના વિષયમાંથી કાઢી નાખ્યાં છે; તે જ પ્રમાણે પર્યાયભેદને પણ દ્રષ્ટિના વિષયમાંથી તો કાઢી નાખ્યો છે; પરંતુ અનુસૂતિથી રચિત પર્યાયોનો પ્રવાહ તો દ્રષ્ટિના વિષયમાં સામેલ છે જ.
૧ પ્રવચન રત્નાકર ભાગ ૧, પાનું ૧૧૩-૧૧૪
Page #28
--------------------------------------------------------------------------
________________
દ્રષ્ટિનો વિષય –
- ૧૯ • દ્રષ્ટિના વિષયની અહીં કહેલી વ્યાખ્યાને નીચે બતાવેલા ચાર્ટ પરથી સહેલાઈથી સમજી શકાશે. '
દ્રવ્યાર્થિકનયની પર્યાયાર્થિકનયની
અપેક્ષાએ અપેક્ષાએ દ્રવ્ય -દ્રવ્ય. ૧. સામાન્ય. ૫. વિશેષ ગુણ વસ્તુ - ક્ષેત્ર.... ૨. અભેદ. ૬. ભેદ પર્યાય] કાળ... ૩. નિત્ય.... ૭. અનિત્ય
ભાવ. ૪. એક... ૮. અનેક • સામાન્ય, અભેદ, નિત્ય અને એક - આ ચારેય દ્રવ્યાર્થિકનયના વિષય હોવાથી દ્રવ્ય' કહેવાય છે; વિશેષ, ભેદ, અનિત્ય અને અનેક – આ ચારેય પર્યાયાર્થિકનયના વિષય હોવાથી પર્યાય કહેવાય છે.
• સામાન્ય, અભેદ, નિત્ય અને એક - આ ચારેયનો અભેદ એક તે દ્રવ્યદ્રષ્ટિનો વિષય છે. તેને જ આપણે આપણી શ્રદ્ધાનું શ્રદ્ધેય, જ્ઞાનનું શેય અને ધ્યાનનું ધ્યેય બનાવવાનું છે. તેના જ આશ્રયથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.
(હરિગીત) Vદ્રવ્યથી સામાન્ય છે ને નિત્ય છે જે કાળથી,
અભેદ છે જે ક્ષેત્રથી ને એક છે જે ભાવથી; અખંડ છે દ્રવ ક્ષેત્ર તેમજ કાળ ભાવથી તે વળી, દ્રવદ્રષ્ટિ કરી એમાં રમું નિત હું અહો ! આનંદથી. દ્રવક્ષેત્રને વળી કાળ ભાવથી ના કદી ખંડિત બનું, સુવિશુદ્ધ માત્ર જ જ્ઞાન છું, શુદ્ધાત્મ ધુવસ્વરૂપી હું /
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪
પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ
જ્યાં સુધી આપણે પર્યાયનું લક્ષણ નહીં સમજીએ, ત્યાં સુધી આપણે પર્યાયને ઓળખી શકીશું નહીં. દ્રષ્ટિના વિષયમાં જે પર્યાયને સામેલ કરવાની નથી, એ પર્યાયનો સમ્યક્ અર્થ આપણે સમજવો ખૂબ જ આવશ્યક છે.
પર્યાયાર્થિકનયનો વિષય જે-જે વસ્તુ બને છે, તે બધાનું નામ પર્યાય છે; કારણ કે જે વસ્તુ પર્યાયાર્થિંકનયનો વિષય છે, તે બધાની પર્યાય સંજ્ઞા છે અને જે વસ્તુ દ્રવ્યાર્થિકનયનો વિષય છે, તે બધાની દ્રવ્ય સંજ્ઞા છે.
જેને આપણે દ્રષ્ટિનો વિષય કહીએ છીએ અને તેને પર્યાયથી પણ ભિન્ન કહીએ છીએ; તે પર્યાયનો અર્થ છે કે જે પર્યાયાર્થિકનયનો વિષય છે, તે પર્યાય છે, ભલે તે દ્રવ્ય હો, ગુણ હો કે પર્યાય હો.
છઠ્ઠી ગાથામાં પ્રમત્ત-અપ્રમત્ત દશાઓથી અને સાતમી ગાથામાં ગુણભેદથી ભિન્નતાની વાત કહી છે.
આ બન્ને ગાથાઓમાં પર્યાયથી ભિન્નતાની જ વાત છે; કારણ કે પ્રમત્ત અને અપ્રમત્ત દશાઓ તો પર્યાયો છે જ, સાથે ગુણભેદ પણ પર્યાય જ છે, કારણ કે તે પણ પર્યાયાર્થિક નયનો વિષય છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ
♦ આ વાતને ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે કે પર્યાયને દ્રષ્ટિના વિષયમાંથી કાઢી છે, વસ્તુમાંથી નહીં; તથા ગૌણના અર્થમાં જ પર્યાયના અભાવની વાત કહી છે, સર્વથા અભાવના અર્થમાં નહીં.
આ જ સંબંધમાં ‘સમયસાર અનુશીલન'નું નીચેનું કથન
૨૧
દ્રષ્ટવ્ય છે :
‘વસ્તુના સામાન્ય અને વિશેષ – એ બે રૂપ દ્રવ્યની અપેક્ષાએ છે, ભેદ અને અભેદ – એ બે રૂપ ક્ષેત્રની અપેક્ષાએ છે, નિત્ય અને અનિત્ય - એ બે રૂપ કાળની અપેક્ષાએ છે તથા એક અને અનેક એ બે રૂપ ભાવની અપેક્ષાએ છે.
જેવી રીતે ગુણોનો અભેદ દ્રવ્યાર્થિકનયનો વિષય છે અને ગુણભેદ પર્યાયાર્થિકનયનો, પ્રદેશોનો અભેદ દ્રવ્યાર્થિકનયનો વિષય છે અને પ્રદેશભેદ પર્યાયાર્થિકનયનો, દ્રવ્યનો અભેદ (સામાન્ય) દ્રવ્યાર્થિકનયનો વિષય છે અને દ્રવ્યભેદ (વિશેષ) પર્યાયાર્થિકનયનો; તેવી જ રીતે કાળ (પર્યાયો)નો અભેદ દ્રવ્યાર્થિકનયનો વિષય થાય છે અને કાળભેદ (પર્યાય) પર્યાયાર્થિકનયનો વિષય બને છે.
અહીં જે જે પર્યાયાર્થિકનયના વિષયો છે, તે સર્વને પર્યાય સંજ્ઞા છે અને જે જે દ્રવ્યાર્થિકનયના વિષયો છે, તે સર્વને દ્રવ્ય સંજ્ઞા છે.
લોકો કહે છે કે જેમ ગુણ-ભેદને (દ્રષ્ટિના વિષયમાંથી) કાઢી નાખ્યો છે અને ગુણોને રાખી લીધા છે, તેવી જ રીતે પર્યાયોના ભેદને કાઢી નાખો અને પર્યાયને રાખી લો. તો હું કહું છું કે અરે ભાઈ ! તે પર્યાયનું મૂળ નામ તો કાળ છે. તે કાળના ભેદને તો દ્રષ્ટિના વિષયમાંથી
૧ સમયસાર અનુશીલન (ગુજરાતી) ભાગ ૧, પાનું ૮૬
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૨
- દ્રષ્ટિનો વિષય કાઢ્યો છે અને કાળના અભેદને દ્રષ્ટિના વિષયમાં રાખ્યો છે. નિત્યતા કાળનો અભેદ છે, તેને દ્રષ્ટિના વિષયમાંથી કાઢ્યો નથી.
આ વિષે લોકો ખોટું સમજે છે કે ગુણ અને પ્રદેશો સાથે પક્ષપાત કર્યો છે, કારણ કે ગુણભેદ અને પ્રદેશભેદ તો સમ્મિલિત ન કર્યા, પરંતુ ગુણો અને પ્રદેશોને રાખ્યા છે, જ્યારે પર્યાયને બધી રીતે બહાર કાઢી નાખી છે. 1. પરંતુ એમ નથી ભાઈ સાહેબ! જે રીતે દ્રવ્યના ભેદને બહાર કાઢ્યો છે અને દ્રવ્યનો અભેદ સમ્મિલિત કર્યો છે, ક્ષેત્રના ભેદને બહાર કાઢ્યો છે અને ક્ષેત્રનો અભેદ સમ્મિલિત કર્યો છે, ગુણોના ભેદને બહાર કાઢ્યો છે અને ગુણોનો અભેદ સમ્મિલિત કર્યો છે, તે જ રીતે કાળના ભેદને બહાર કાઢ્યો છે, પરંતુ કાળનો અભેદ દ્રષ્ટિના વિષયમાં સમ્મિલિત ક્યોં છે.
કાળનો ભેદ, પ્રદેશનો ભેદ, ગુણનો ભેદ અને દ્રવ્યનો ભેદ એ ચારેયનું નામ પર્યાય છે, પરંતુ કાળના અભેદનું નામ પર્યાય નથી. લોકોએ માત્ર પર્યાયના નામ પર કાળના અભેદને તો દ્રષ્ટિના વિષયમાંથી બહાર કાઢી નાખ્યો અને બાકીના ત્રણને સમ્મિલિત કરી લીધા, પરંતુ કાળનો અભેદ તો સમ્મિલિત કરવાનો હતો, તે કાળના અભેદને પણ કાઢી નાખીને સમજવા લાગ્યા કે અમે પર્યાયોથી પણ પાર, પર્યાયોથી ભિન્ન દ્રષ્ટિનો વિષય પ્રાપ્ત કરી લીધો છે; ખરેખર તેઓ ઘણી મોટી ભૂલમાં છે.
પર્યાય'માં કાળનો અભેદ સામેલ નથી અને પ્રદેશનો ભેદ, ગુણનો ભેદ, દ્રવ્યનો ભેદ અને તથા કાળનો ભેદ – એ ચારેય ભેદ પર્યાયમાં સામેલ છે. પર્યાયનો આ જ વાસ્તવિક અર્થ છે.
જ્યારે આપણે પર્યાયને દ્રષ્ટિના વિષયમાંથી હટાવવી છે, તો
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૩
પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ
આપણે તે પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ જાણવું પણ જરૂરી છે અને આપણે જે ગુણોને દ્રષ્ટિના વિષયમાં અભેદપણે રાખવા છે, તે ગુણોનું વાસ્તવિક સ્વરૂપ જાણવું પણ જરૂરી છે; કારણ કે વસ્તુને સ્વરૂપ (લક્ષણ)થી જ ઓળખી શકાય છે.
શાસ્ત્રોમાં ગુણોને પણ પર્યાય નામથી અભિહિત કરવામાં આવે છે. પર્યાય બે પ્રકારની હોય છે : (૧) સહભાવી પર્યાય અને (૨) ક્રમભાવી પર્યાય. ગુણને સહભાવી પર્યાય કહે છે અને પર્યાયને ક્રમભાવીપર્યાય કહે છે. આથી પર્યાયના નામે આપણે બધી પર્યાયોને દ્રષ્ટિના વિષયમાંથી કાઢી નાખી શકતા નથી.
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ દ્રવ્ય-સામાન્ય
પ્રશ્ન: દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવવાળા દ્રવ્ય (સામાન્ય) વિષે વિશેષ સ્પષ્ટતા કરવા વિનંતી છે.
ઉત્તર: શાસ્ત્રોમાં ત્રણ પ્રકારના દ્રવ્યો કહ્યાં છે :૧. પ્રમાણનું દ્રવ્ય (દ્રવ્ય, ગુણ, પર્યાય સહિતનું દ્રવ્ય) ૨. દ્રવ્યાર્થિનયનો વિષય દ્રવ્ય ૩. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવવાળું દ્રવ્ય.
વસ્તુના ચાર પક્ષો છે, જેમના તરફથી વસ્તુને જોવામાં આવે છે. ૧. દ્રવ્ય એટલે તે પક્ષ જેના સામાન્ય અને વિશેષ એવા બે ભેદ
હોય છે. ૨. ક્ષેત્ર એટલે તે પક્ષ જેના અભેદ અને ભેદ એવા બે ભેદ હોય છે. ૩. કાળ એટલે તે પક્ષ જેના નિત્ય અને અનિત્ય એવા બે ભેદ
હોય છે. ૪. ભાવ એટલે તે પક્ષ જેના એક અને અનેક એવા બે ભેદ
હોય છે,
Page #34
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય-સામાંન્ય
વસ્તુ તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ચારેયથી અખંડ છે. તેમાં ફક્ત સમજવા માટે આ ભેદો પાડવામાં આવ્યાં છે. ભેદના લક્ષથી વિકલ્પની ઉત્પત્તિ થાય છે, માટે તે ભેદોને ગૌણ કરવાના છે.
૨૫
કોઈપણ ચીજમાં ભેદ ન કરતાં તેને અભેદરૂપે જોવી તે સામાન્ય છે. જેમકે કેરીને તે લીલી છે. ખાટી છે, કઠણ છે આદિ ભેદ કર્યા વગર જોવી તે સામાન્ય છે. આ વાતને આપણે જ્ઞાન ઉપર ઘટિત કરીએ તો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન-એ પાંચેયમાં જ્ઞાન...જ્ઞાન...જ્ઞાન તે સામાન્ય છે અને મતિ, શ્રુત આદિ વિશેષ છે. આ પાંચેય જ્ઞાનોમાં સામાન્યપણે જ્ઞાન જોઈએ તો એક જ છે અને મતિ, શ્રુત, અવધિ આદિ વિશેષો છે. આમ આ પાંચેય જ્ઞાનોમાંથી સામાન્યપણે જ્ઞાન કહીએ તો એક છે અને વિશેષપણે કહીએ તો મતિ આદિ અનેક (પાંચ) છે.
આપણે એમ પણ કહી શકીએ છીએ કે ગણિતનું જ્ઞાન, ઈતિહાસનું જ્ઞાન, ભૂગોળનું જ્ઞાન, સમયસારનું જ્ઞાન આદિ, તો શેયની અપેક્ષાએ વિશેષ જ્ઞાન અનંત પણ થઈ શકે છે, પરંતુ એ બધામાં જ્ઞાન તે તો સામાન્ય જ છે, એક જ છે.
એકેન્દ્રિય જીવ, બેઈન્દ્રિયજીવ, સંસારી જીવ, સિદ્ધ જીવ આદિમાં જીવ, જીવ, જીવ જે છે તે સામાન્ય છે અને એકેન્દ્રિય બેઈન્દ્રિય આદિ વિશેષ છે. આમ જ્યાં જીવ સામાન્ય છે ત્યાં સંસારી, સિદ્ધ આદિ વિશેષ છે. હવે જ્યારે તે સંસારી જીવ સામાન્ય છે, ત્યારે તિર્યંચ જીવ, મનુષ્ય જીવ, દેવ જીવ, નારકી જીવ તે વિશેષ છે. તિર્યંચ જીવ સામાન્ય છે ત્યારે નિગોદના જીવ, સંજ્ઞી જીવ, અસંજ્ઞી જીવ આદિ વિશેષ છે. આ સામાન્ય અને વિશેષ ક્યાં સુધી ચાલશે તે જાણો છો ?
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૬ -
દ્રષ્ટિનો વિષય. એક હોય છે મહાસામાન્ય અને એક હોય છે મહાવિશેષ. આ બન્નેને છોડીને બાકી બધા સામાન્ય અને વિશેષ બનતા રહે છે. આ બહુ માર્મિક વિષય છે અને તેને સમજવા માટે આપે પહેલાં સંગ્રહનય અને વ્યવહારનય સમજવા પડશે.
આ વ્યવહારનય તે નિશ્ચયનય-વ્યવહારનયવાળો વ્યવહારનય નથી, પણ આગમના સાત નયોમાંનો એક વ્યવહારનય છે.
શ્રી પ્રવચનસારમાં બે પ્રકારની સત્તા બતાવી છે. એક મહાસત્તા અને બીજી અવાંતરસત્તા. આમાંથી જે મહાસત્તા છે, તે સૌથી મોટું સામાન્ય છે અને તે શુદ્ધસંગ્રહનયનો વિષય છે. બધાં છે' - એ શુદ્ધસંગ્રહનયનો વિષય છે. જીવ, પુગલ, ધર્મ, અધર્મ આદિ બધાંથી આપણી એક્તા છે. આ એકતાનો આધાર છે - તેઓ પણ છે અને હું પણ છું;' જેને મહાસત્તા કહે છે. “સત્ સામાન્ય' એટલે કે બધાં છે એટલું સામાન્ય હોવાથી બસ આપણે બધાં એક છીએ.
વ્યવહારનય આ સામાન્યમાં ભેદ કરે છે. તે કહે છે કે બધા સામાન્ય ભલે હો પરંતુ એમાંથી વિશેષ કોઈ જીવ છે, કોઈ અજીવ છે. વળી જીવમાં પણ વિશેષરૂપે કોઈ સંસારી છે, કોઈ સિદ્ધ છે. વળી સંસારી જીવમાં વિશેષરૂપે કોઈ શ્રાવક છે, કોઈ સાધુ છે. વળી શ્રાવકમાં વિશેષરૂપે કોઈ ચતુર્થ ગુણસ્થાનવર્તી છે, કોઈ પંચમ ગુણસ્થાનવર્તી છે. એમ આ વ્યવહારનય વિશેષ વિશેષ ભેદ કરતો જાય છે. તે કયાં સુધી ? કે જ્યાં સુધી છેલ્લી એક ‘એકાઈ (final unit entity) તેનો વિષય ન બને. જે નય તે એકાઈને પોતાનો વિષય બનાવે છે તે ઋજુસુત્રનય છે.
આમ શુદ્ધસંગ્રહનયના વિષય મહાસામાન્યનો વ્યવહારનય દ્વારા ભેદ કરતાં કરતાં ઋજુસૂત્રનયના વિષય મહાવિશેષ સુધી પહોંચાય છે. ૧ આ વિષય ઉપર વધુ જાણકારી માટે જુઓ ‘પરમભાવ પ્રકાશક નયચક્ર'
Page #36
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય-સામાન્ય
- ૨૭
એવી જ રીતે જે ઉલટા જઈએ તો આવી બે એકાઈઓને જોડવાનું કામ સંગ્રહનય કરે છે. અને વસ્તુઓને એ રીતે જોડતાં જોડતાં મહાસત્તા સુધી પહોંચી શકાય છે. આ રીતે મહાત્તાને ગ્રહણ કરવાવાળો ‘શુદ્ધસંગ્રહનય’ કહેવાય છે, ત્યાં સુધીના બીજા બધાં ભેદ છેલ્લામાં છેલ્લી એકાઈ-સુધી લઈ જનાર નયને “શુદ્રવ્યવહારનય' કહે છે. તે પહેલાંના બધા વ્યવહારનયોને “અશુદ્ધવ્યવહારનય’ કહે છે.
• આ રીતે સામાન્ય અને વિશેષ એવા ભેદ પ્રયોજનવશ જિનાગમમાં કરવામાં આવે છે. સામાન્યના અવલોકનને ધર્મ કહે છે, વિશેષના અવલોકનથી વિકલ્પની-રાગની-ઉત્પત્તિ થાય છે, જે અધર્મ છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ ક્ષેત્ર-પ્રદેશોનો અભેદ,
• મોટે ભાગે બધે ઠેકાણે ગુણ અને ગુણભેદની ચર્ચા જ વધારે થતી જોવામાં આવે છે, પ્રદેશ અને પ્રદેશભેદની ચર્ચા બહુ જ ઓછી થાય છે; પરંતુ પૂર્વ પ્રકરણોમાં મેં આ બધાની સમાનરૂપે ચર્ચા કરી છે. પ્રદેશભેદની ચર્ચા ન થવાનું કારણ એ છે કે ગુણોના લક્ષણ તો અલગઅલગ છે, તેથી તેમનામાં તો લક્ષણભેદ છે; જ્યારે પ્રદેશોના લક્ષણ અલગ-અલગ નથી, બધા પ્રદેશોનું એક જ લક્ષણ છે. જેમ કે જ્ઞાનગુણ જાણવાનું કામ કરે છે, દર્શન ગુણ દેખવાનું કામ કરે છે; આવો લક્ષણભેદ પ્રદેશોમાં નથી તથા પ્રદેશોનું કાર્ય અલગ-અલગ નથી.
. • પહેલાં જે તત્ત્વાર્થસૂત્ર જૈન સંઘ, મથુરાથી પ્રકાશિત થતું હતું, તેના અંતમાં ૫૯ પ્રશ્નોત્તર હતાં. એ પ્રશ્નો પંડિતશ્રી ફુલચંદજી સિદ્ધાંતશાસ્ત્રીએ ધવલા આદિના આધારે લખ્યા હતાં. તેમાં એક પ્રશ્ન આ પણ હતો કે ચક્ષુઈન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ આત્માના કયા પ્રદેશોમાં થાય છે? આંખથી આપણે જોઈએ છીએ તો આંખમાં આત્માના જે પ્રદેશો છે, તેમનામાં જ ચક્ષુઈન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ થવો જોઈએ, કારણ કે જોવાનું કાર્ય તો આંખથી જ થાય છે. જો સવંગ ક્ષયોપશમ થતો હોય તો શરીરના બધા અંગોથી દેખી શકાવું જોઈએ.
આ પ્રશ્નનો ઉત્તર તેમાં આ પ્રમાણે લખ્યો છે કે ચક્ષુઈન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ આત્માના સમસ્ત પ્રદેશોમાં જ થાય છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
ક્ષેત્ર-પ્રદેશોનો અભેદ
શંકા - જો સમસ્ત પ્રદેશોમાં ચક્ષુઈન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ છે તો આત્માને બધી જગ્યાએથી દેખાવું જોઈએ ?
૨૯
B
સમાધાન - ત્યાં ચક્ષુઈન્દ્રિય નથી, માટે દેખી શકતા નથી. શંકા – એનો અર્થ તો એ છે કે આત્મા પરાધીન થઈ ગયો, કારણ કે આત્મામાં ક્ષયોપશમ તો છે, પણ આંખ નહીં હોવાથી દેખી શકતો નથી? આ શંકાનું બહુ સુંદર સમાધાન પ્રસ્તુત કરીને ત્યાં સમજાવવામાં આવ્યું છે કે આત્માની વચ્ચેના આઠ પ્રદેશોને છોડીને બાકીના બધાં પ્રદેશો ફરતાં રહે છે. જેમ શરીરમાં લોહી ફરતું રહે છે અથવા એક મિનિટમાં હૃદય ૭૨ વાર ધડકે છે, તેવી જ રીતે આત્માના પ્રદેશો નિરંતર ઝડપથી ફરતાં જ રહે છે. જો માત્ર ચક્ષુઈન્દ્રિયવાળા પ્રદેશોમાં જ ચક્ષુઈન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ માનીશું, તો તે પ્રદેશો ફરવાને કારણે પગમાં પહોંચી જાય છે અને પગવાળા પ્રદેશો ચક્ષુઈન્દ્રિય પાસે પહોંચી જાય છે, તો ત્યારે આત્માને દેખાવું ન જોઈએ; પરંતુ તે વખતે પણ આત્માને દેખાય છે. આનું તાત્પર્ય એ છે કે ક્ષયોપશમ સર્વાંગ પ્રદેશોમાં હોય છે.
આત્માના બધા પ્રદેશો ફરે છે, પરંતુ વચ્ચેના જે આઠ પ્રદેશો છે, તેઓ ફરતા નથી. ‘વચ્ચેના આઠ પ્રદેશો ફરતા નથી' – આનો અર્થ એ છે કે તેમનામાં સ્થાનપરિવર્તન થતું નથી. જો આ વચ્ચેના આઠ પ્રદેશો ફરે જ નહિ તો આત્મા અખંડ રહી શકે નહિ; કારણ કે જો વચલા આઠ પ્રદેશો ન ફરે અને અન્ય પ્રદેશ ઝડપથી ફરે તો પછી તે પ્રદેશો જેની સાથે જોડાયેલા છે, તે તૂટી જશે. તે (વચલા આઠ) પ્રદેશો ફરે પણ છે અને નથી પણ ફરતા. તેઓ પોતપોતાના સ્થાન પર જ ચક્કર લગાવે છે, તેથી તેઓ ફરે પણ છે અને તેમનું સ્થાનપરિવર્તન થતું નથી, માટે તેઓ ફરતાં નથી - એમ કહેવામાં આવે છે.
હવે પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે વચલો તો એક જ હોય છે, તો પછી વચલા આઠ કઈ રીતે હોઈ શકે છે ?
C
Page #39
--------------------------------------------------------------------------
________________
દ્રષ્ટિનો વિષય
આનું સમાધાન એ છે કે જો બે આંગળીઓ હોય તો તેમાં વચ્ચેની એક આંગળી હોઈ શકતી જ નથી. જો ત્રણ આંગળીઓ હોય, તો વચલી એક આંગળી હોય છે. જો ચાર આંગળીઓ હોય, તો બે આંગળીઓને વચલી કહેવી પડશે. આ રીતે આજુબાજુ અને ઉપરનીચે બધી બાજુએથી ગણતરી કરતાં આઠથી ઓછા પ્રદેશોને વચલા કહી શકાતા નથી. આત્માના બધા પ્રદેશ સમસંખ્યામાં છે, જો વિષમ સંખ્યામાં હોત તો એકને વચલો કહી શકાત અને સમસંખ્યામાં જો પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ, ઉપરનીચે એમ છ દિશાઓમાં વહેંચીએ તો આઠ પ્રદેશોથી ઓછા પ્રદેશોને વચલા કહી શકાતા નથી.
30
આ રીતે આઠ પ્રદેશોને છોડીને આત્માના સમસ્ત પ્રદેશો ઉપરથી નીચે ફરતા રહે છે. હવે જો માત્ર ચક્ષુઈન્દ્રિયના પ્રદેશોને છોડીને બધા પ્રદેશોમાં ચક્ષુઈન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ ન હોય, તો પ્રદેશોના ફરતા રહેવાને કારણે આત્માને દેખાત નહિ.
આ ચર્ચાથી હું એ કહેવા માંગું છું કે જેવો ગુણોમાં લક્ષણભેદ અને કાર્યભેદ છે, એવો પ્રદેશોમાં ન તો લક્ષણભેદ છે અને ન તો કાર્યભેદ છે. આત્માના સમસ્ત અસંખ્ય પ્રદેશોમાં ક્ષયોપશમ તથા કેવળજ્ઞાન પણ બધું એક જેવું એક સાથે જ થાય છે. સુખના સંબંધમાં એવું થતું નથી કે માત્ર મગજના પ્રદેશોમાં જ અતીન્દ્રિય આનંદ આવતો હોય. જ્યારે સમ્યગ્દર્શન થાય છે ત્યારે આત્માના સર્વાંગ પ્રદેશોમાં અર્થાત્ અસંખ્ય પ્રદેશોમાં અતીન્દ્રિય આનંદનું ઝરણું ઝરે છે.
આ કારણે પ્રદેશભેદની ચર્ચા આજકાલ થતી નથી. બધી જગ્યાએ ગુણભેદની જ ચર્ચા થાય છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ કાળ - પર્યાયોનો અભેદ
• જે રીતે આપણે કોઈ એક ગુણને ગ્રહણ કરીએ છીએ તો તે ગુણભેદ કહેવાય છે અને અનંત ગુણોને એક સાથે અભેદપણે ગ્રહણ કરવાનું નામ ગુણોનો અભેદ છે. પ્રદેશોમાં પણ કોઈ એક પ્રદેશને ગ્રહણ કરવો, તેનું નામ પ્રદેશભેદ છે અને અસંખ્ય પ્રદેશોને એક સાથે અભેદપણે ગ્રહણ કરવા, તે પ્રદેશ-અભેદ છે, તેવી જ રીતે કાળ તો અનાદિ-અનંત છે, તે કાળમાંથી કોઈ એક ખંડને ગ્રહણ કરવાનું નામ કાળભેદ છે અને કાળની અખંડતાને ગ્રહણ કરવાનું નામ કાળ-અભેદ છે. આ જે ત્રિકાળી કહેવામાં આવે છે, તે કાળનો અભેદ જ છે. ત્રિકાળી'નો અર્થ “ત્રણ કાળ' નથી, પરંતુ ત્રણેય કાળોના અભેદનું નામ ત્રિકાળી છે.
જો કોઈને પૂછવામાં આવે કે પર્યાય નિત્ય છે કે અનિત્ય, તો બધાં કહેશે કે અનિત્ય છે. હવે હું આપને ફરીથી પૂછું છું કે જ્યારે પર્યાય અનાદિ કાળથી અનંત કાળ સુધી વિદ્યમાન રહે છે, ત્યારે આપ કઈ રીતે કહી શકો છો કે પર્યાય અનિત્ય છે? તો આપ એમ પણ કહી શકો છો કે તે પર્યાયો તો નવી નવી આવી રહી છે, કારણ કે તેઓ પ્રતિસમય બદલાઈ રહી છે
જે રીતે વહેતા પાણીને નદી કહેવામાં આવે છે. જે તે વહી ન રહ્યું હોય તો તે તળાવ હોઈ શકે છે, સમુદ્ર હોઈ શકે છે. બંધ હોઈ
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૨
દ્રષ્ટિનો વિષય
શકે છે, કૂવો હોઈ શકે છે, પરંતુ તે નદી હોઈ શકતી નથી. વહેતા પાણીનું નામ નદી છે. જે નિરંતર વહે, તેનું નામ નદી છે, જે ક્યારેક વહે, તેનું નામ નદી નથી. જે રીતે નદીનું ‘વહેવું’ તે ‘અનિત્યતા' છે, તે જ રીતે નદીનું હંમેશા ‘વહેતા રહેવું’ તે નદીની ‘નિત્યતા’ છે.
આ જ પ્રકારે જે દ્રવ્ય છે, તે પરિણમશીલ પણ છે અને અપરિણામી પણ છે. જે પરિણમન થઈ રહ્યું છે તે નિત્ય છે કે અનિત્ય? અરે ભાઈ ! તે પરિણમન અનાદિકાળથી અનંતકાળ સુધી એક સમય પણ અટકતું નથી, તેથી તે પરિણમન નિત્ય જ છે અર્થાત્ તેની અનિત્યતા પણ નિત્ય જ છે. આમ અનિત્યનો અર્થ એવો છે કે જે ‘ક્યારેક હોય’ તથા ‘કયારેક ન પણ હોય' અને નિત્યનો અર્થ એવો છે કે જે ‘સદા હોય'.
આથી હું ગંગા નદીનું ઉદાહરણ આપું છું; કારણ કે અન્ય નદીઓ તો ક્યારેક વહેવાનું બંધ કરી દે છે; પરંતુ ગંગા નદી કદી અટકતી નથી. જ્યારે વરસાદ થાય છે ત્યારે વરસાદના પાણીથી ગંગા વહે છે અને જ્યારે ગરમીમાં બરફ પીગળે છે, ત્યારે તે બરફના પાણીથી ગંગા વહે છે; આ રીતે ગંગાનો પ્રવાહ એક સમય પણ અટકતો નથી.
એ રીતે દ્રવ્યનો પ્રવાહ પણ અનાદિકાળથી લઈને અનંતકાળ સુધી એક સમય પણ અટકતો નથી; એથી તો આપણે એમ કહીએ છીએ કે ભગવાન ! આપની નિત્યતા તો નિત્ય છે જ, આપની અનિત્યતા પણ નિત્ય છે અર્થાત્ આપની નિત્યતા તો અનંત છે જ, પરંતુ આપની અનિત્યતા પણ અનંત છે.
આત્મામાં જે એક અનિત્ય નામનો ધર્મ છે, તે અનિત્ય નથી પરંતુ નિત્ય જ છે. નિત્ય ધર્મની જેમ અનિત્ય ધર્મ પણ નિત્ય જ છે. જેમ આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ આદિ ગુણ નિત્ય છે, તેવી જ રીતે અનિત્ય નામનો ધર્મ પણ નિત્ય છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
કાળ - પર્યાયોનો અભેદ
આમ અનિત્ય નામનો ધર્મ પણ નિત્ય હોવાથી દ્રષ્ટિના વિષયમાં સામેલ છે. આ રીતે અનિત્યધર્મ અને નિત્યધર્મ – એમની અખંડતા દ્રષ્ટિના વિષયમાં સામેલ છે.
-
33
‘દ્રષ્ટિના વિષય’ સંબંધમાં સમયસાર અનુશીલનમાં શિષ્યનો જે પ્રશ્ન છે, તે પણ દ્રષ્ટવ્ય છે; જે આ પ્રમાણે છે :
‘પ્રશ્ન:- પ્રત્યેક વસ્તુ સ્વચતુષ્ટયથી યુક્ત હોય છે. સ્વચતુષ્ટય વિના વસ્તુની કલ્પના પણ કરી શકાતી નથી. જેમ દરેક વસ્તુ સ્વયં દ્રવ્ય છે, તેનાં પ્રદેશ તેનું ક્ષેત્ર છે, તેનાં ગુણ તેનો ભાવ છે; તેમ તેની પર્યાયો તેનો કાળ છે. દ્રષ્ટિના વિષયમાં ગુણભેદનો નિષેધ કરીને અને ગુણોને અભેદરૂપે રાખીને ‘ભાવ’ને સુરક્ષિત કરી લેવામાં આવ્યો, તે જ રીતે પર્યાયભેદનો નિષેધ કરીને અને પર્યાયોનો અભેદ રાખીને ‘કાળ’ને પણ સુરક્ષિત કરી લેવો જોઈએ; પરંતુ આપ તો પર્યાયોનો સર્વથા નિષેધ કરીને વસ્તુને કાળથી અખંડિત રાખવા માંગતા નથી. આ જ સમયસારમાં આગળ ભાવના ભાવવામાં આવી છે કે ‘ન વેળ ૩૯યામિ, ન ક્ષેત્રે खण्डयामि, न कालेन खण्डयामि, न भावेन खण्डयामि; सुविशुद्ध अको જ્ઞાનમાત્ર માવોઽસ્મિ ।'' ન હું દ્રવ્યથી ખંડિત છું, ન ક્ષેત્રથી ખંડિત છું, ન કાળથી ખંડિત છું અને ન ભાવથી ખંડિત છું; હું તો સુવિશુદ્ધ એક જ્ઞાનમાત્ર ભાવ છું. આ ભાવનામાં આત્માને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પૂર્ણતઃ અખંડિત રાખવામાં આવ્યો છે.’’
ઉત્તર:- દ્રષ્ટિના વિષયભૂત ભગવાન આત્માને સામાન્ય, અનાદિ અનંત ત્રિકાળીઘ્રુવ-નિત્ય, અસંખ્યાત પ્રદેશી-અભેદ, તૈમજ અનંતગુણાત્મક-અખંડ એક કહેવામાં આવ્યો છે. એમાં જેમ સામાન્ય કહીને દ્રવ્યને અખંડ રાખ્યું છે, અસંખ્યપ્રદેશી-અભેદ કહીને ક્ષેત્રને અખંડ
૧ સમયસાર (ગુજરાતી), પાનું ૬૨૧
Page #43
--------------------------------------------------------------------------
________________
- દ્રષ્ટિનો વિષય
રાખ્યું છે, તેવી જ રીતે અનાદિ-અનંત ત્રિકાળીધુવ નિત્ય કહીને કાળને પણ અખંડ રાખવામાં આવ્યો છે. અંતમાં ‘એક’ કહીને ચારેય દ્રષ્ટિકોણોની અનેતાનો નિષેધ કર્યો છે. આ રીતે દ્રષ્ટિના વિષયભૂત ત્રિકાળીધુવ દ્રવ્યમાં સ્વકાળનો નિષેધ નથી કરવામાં આવ્યો, પરંતુ વિશિષ્ટ પર્યાયોનો જ નિષેધ કરવામાં આવ્યો છે.''
• કાળના બે પક્ષ હોય છે. એક અનિત્યતા અને બીજો નિત્યતા. એટલે કે એક વિશિષ્ટ પર્યાય અને બીજો પર્યાયોનો અભેદ સામાન્ય. ત્યાં દ્રષ્ટિના વિષયમાં અભેદ સામાન્યનો નિષેધ કરવામાં આવ્યો નથી પરંતુ વિશિષ્ટ પર્યાયોનો જ નિષેધ કરવામાં આવ્યો છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન એ વિશિષ્ટ પર્યાયો છે અને આ વિશિષ્ટ પર્યાયોનો દ્રષ્ટિના વિષયમાં નિષેધ છે. કેવળજ્ઞાન પણ વિશિષ્ટ પર્યાય હોવાથી દ્રષ્ટિના વિષયમાં સામેલ નથી.
દ્રષ્ટિના વિષયમાં નિગોદથી લઈને મોક્ષ સુધીની સમસ્ત પર્યાયોનો અભેદ સામેલ છે, તે અભેદનું નામ કાળનો અભેદ છે અને કાળનો અભેદ હોવાથી તે દ્રવ્યાર્થિકનયનો વિષય છે, તેથી તે અભેદનું નામ દ્રવ્ય છે, પર્યાય નહીં; પર્યાય તો તેના અંશનું નામ છે, ભેદનું નામ છે. હવે કોઈ કહે કે દ્રષ્ટિના વિષયમાં આપે અભેદના રૂપમાં પર્યાયને સામેલ કરી લીધી ? અરે ભાઈ ! જે કાળના અભેદને સામેલ કર્યો છે, તેનું નામ દ્રવ્ય છે, પર્યાય નહીં.
બધી પર્યાયો પર્યાયાર્થિકનયનો વિષય હોવાથી દ્રષ્ટિના વિષયમાં સામેલ નથી, પરંતુ જે પર્યાયોનો અભેદ અર્થાત્ કાળની અખંડતા છે, તે દ્રવ્યાર્થિકનયનો વિષય હોવાથી દ્રષ્ટિના વિષયમાં સામેલ છે.
૨ સમયસાર અનુશીલન (ગુજરાતી), પાનું ૮૩
Page #44
--------------------------------------------------------------------------
________________
કાળ - પર્યાયોનો અભેદ
આ પહેલાં થઈ ગયેલી સમસ્ત ચર્ચાને સ્પષ્ટ કરવાવાળું સમયસાર અનુશીલનનું નીચે જણાવેલું કથન દ્રષ્ટવ્ય છે :
૩૫
Ο
‘આ રીતે એ અત્યંત સ્પષ્ટ છે કે પ્રવાહની નિરંતરતાને પણ નિત્યતા કહે છે, કેમકે નિત્યતા અને અનિત્યતામાં કાળની અપેક્ષા જ મુખ્ય છે. આથી નિત્યનો અર્થ, વસ્તુની સદા ઉપસ્થિતિ એટલો જ માત્ર યોગ્ય નથી; પરંતુ તેમાં પ્રવાહની નિરંતરતા પણ જોડાયેલી છે. આ નિત્યતા જ કાળની અખંડતા છે, જે દ્રષ્ટિના વિષયનું અભિન્ન અંગ છે.’’૧
કાળની અપેક્ષાએ વસ્તુના નિત્ય અને અનિત્ય – એ બે પક્ષ હોય છે. જ્યારે આપણે વસ્તુને નિત્ય કહીએ છીએ, ત્યારે તે નિત્યનો અર્થ આપણે એમ સમજીએ છીએ કે ‘જે હંમેશા કાયમ રહે તેનું નામ નિત્ય છે.’ ‘કાયમ રહેવું’ તેનો અર્થ આપણે માત્ર ‘નહીં પલટવું’ એટલો જ ગ્રહણ કરીએ છીએ. સંકુચિત અર્થમાં નિત્યનો આ અર્થ સાચો પણ છે, પરંતુ વ્યાપક અર્થમાં નિત્યનો અર્થ અલગ જ છે.
‘અનાદિકાળથી લઈને અનંતકાળ સુધી પ્રત્યેક દ્રવ્ય પ્રતિ સમય પલટાશે, એક સમય પણ પલટાયા વિના રહેશે નહીં’– આ વાત પણ નિત્ય છે; કારણ કે જો આ વાત અનિત્ય હોત તો પછી દ્રવ્ય કદી પલટાત અને કદી ન પલટાત, પરંતુ એવું થતું નથી. દ્રવ્ય નિત્ય બદ્દલાય છે. જ્યારે આપણે ‘નિત્ય બદલાય છે' – એમ કહીએ છીએ ત્યારે આપણને બદલાવાની સાથે નિત્યતાનો વેર-વિરોધ લાગે છે, પરંતુ એમાં કોઈ વેરવિરોધ નથી.
-
‘કદી નહીં પલટવું’ - એ જેમ વસ્તુનો સ્વભાવ છે, તેમ જ ‘પ્રતિસમય પલટવું’ – એ પણ વસ્તુનો સ્વભાવ છે. વસ્તુનો દ્રવ્યસ્વભાવ
૧ સમયસાર અનુશીલન (ગુજરાતી) ભાગ ૧, પાનું ૮૪
Page #45
--------------------------------------------------------------------------
________________
. ૩૬
- દ્રષ્ટિનો વિષય
નહીં પલટવાવાળો છે અને વસ્તુનો પર્યાયસ્વભાવ પ્રતિસમય પલટવાવાળો છે. આ બન્નેય વસ્તુના સ્વભાવ છે. એમ નથી કે દ્રવ્યસ્વભાવ દ્રવ્યનો સ્વભાવ છે અને પર્યાયસ્વભાવ પર્યાયનો. આ બન્નેય વસ્તુના નિત્ય સ્વભાવ છે.
હવે જો કોઈ અહીં પૂછે કે તેનું નામ પર્યાયસ્વભાવ કેમ રાખ્યું? અરે ભાઈ! પલટવાવાળો સ્વભાવ હોવાથી તેનું નામ પર્યાયસ્વભાવ રાખ્યું. પર્યાયસ્વભાવ વસ્તુનો સ્વભાવ હોવાથી દ્રવ્યસ્વભાવ જ છે. પર્યાય વિષે, પર્યાયની તરક્શી કહેવામાં આવે છે, તેથી તેને પર્યાયસ્વભાવ કહેવાય છે. પર્યાયસ્વભાવનું તાત્પર્ય પર્યાયનો સ્વભાવ નથી. “વસ્તુમાં પ્રતિસમય પરિવર્તન થશે એ બતાવવાવાળો પર્યાયસ્વભાવ છે. આ પર્યાયસ્વભાવ નિત્ય છે, અનિત્ય નહીં.
જે રીતે દ્રવ્યનો કદી પણ નહીં પલટવાનો સ્વભાવ છે, તેવી જ રીતે દ્રવ્યનો નિરંતર પલટવાનો પણ સ્વભાવ છે. હવે જો કોઈ એમ કહે કે “કદી પણ નહીં પલટવું અને નિરંતર પલટવું એ બન્ને એક સાથે કઈ રીતે હોઈ શકે છે ? આ પ્રશ્નનું સમાધાન ગ્રંથાધિરાજ સમયસારની ૩૦૮ થી ૩૧૧ ગાથાની ટીકાના નીચેના કથનમાં કરવામાં આવ્યું છે, જે દ્રષ્ટવ્ય છે :
“जीवो हि तावत्क्रमनियमितात्मपरिणामैरुत्पद्यमानो जीव ओव, नाजीवः; अवमजीवोऽपिक्रमनियमितात्मपरिणामैरुत्पद्यमानोऽजीव ओव, न जीवः ।
પ્રથમ તો જીવક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઊપજતું થયું અજીવ જ છે, જીવ નથી.”
આ પંક્તિઓમાં ‘પલટવું અને “નહીં પલટવું' - એ બન્ને વાતો સમયસાર (ગુજરાતી), પાનું ૪૫૮
Page #46
--------------------------------------------------------------------------
________________
કાળ - પર્યાયોનો અભેદ
એક સાથે કહી છે. જીવ પ્રતિસમય પલટાઈ રહ્યો છે, અનાદિકાળથી પલટાઈ રહ્યો છે તેમજ અનંતકાળ સુધી પલટાશે, તોપણ તે કદાપિ પલટાઈને અજીવ નહીં થાય.
રાહ
‘એક દ્રવ્ય કદી બીજા દ્રવ્યરૂપ થતું નથી’ – એનું નામ છે કદી નહીં પલટાવું તેમજ પોતામાં નિરંતર પરિવર્તન થવાનું નામ પલટાવું છે.
ભગવાન આત્મામાં અનંત ગુણ છે તેમજ અસંખ્ય પ્રદેશ છે. આ અનંત ગુણોમાંથી કદી પણ એક ગુણ ઓછો નહીં થાય અને અસંખ્ય પ્રદેશોમાંથી કદી પણ એક પ્રદેશ ઓછો નહીં થાય. જે પ્રમાણે આ નિત્યસ્વભાવ છે, તે જ પ્રમાણે ‘પ્રત્યેક ગુણમાં પ્રતિસમય પરિણમન થશે' – એ પણ એક નિત્યસ્વભાવ જ છે. માત્ર ‘નહીં પલટવું’ એ જ નિત્યસ્વભાવ નથી પરંતુ ‘પ્રતિસમય પલટવું’ એ પણ નિત્યસ્વભાવ છે.
આ રીતે નિત્યનો અર્થ ‘વસ્તુની સદા ઉપસ્થિતિ’ માત્ર જ નથી, પરંતુ તેમાં ‘પ્રવાહની નિરંતરતા' પણ સામેલ છે. આ નિત્યતા જ કાળની અખંડતા છે, જે દ્રષ્ટિના વિષયભૂત દ્રવ્યનું અભિન્ન અંગ છે.
પ્રવાહની નિરંતરતાને નિત્યતા કહે છે. જેમ કે – નદી માત્ર ઘણા પાણીનું નામ નથી. ઘણું પાણી તો સમુદ્ર, સરોવર, તલાવ, બંધ અથવા કૂવો હોઈ શકે છે; પરંતુ નદી હોઈ શકતું નથી. ન તો પાણીના અભાવનું નામ નદી છે અને ન તો પાણીના સમુદાયનું નામ નદી છે; પરંતુ વહેતા પાણીનું નામ નદી છે. પાણીના પ્રવાહનું નામ નદી છે. જો નદીમાંથી પ્રવાહ કાઢી નાંખવામાં આવે તો તે નદી નહીં રહે; પછી તો તે તલાવ, બંધ અથવા સમુદ્ર થઈ જશે, પરંતુ નદી નહીં રહે. ગંગોત્રીથી નિકળીને બંગાલની ખાડી સુધી ગંગા નિરંતર પ્રવાહમાન નદી છે. ત્યાર બાદ ગંગા નદી નથી, કારણ કે ત્યાર બાદ તો તે સાગર થઈ ગઈ. આ પ્રમાણે પ્રવાહની નિરંતરતાનું નામ જ નિત્યતા છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮ -
• દ્રષ્ટિનો વિષય દ્રવ્ય નિત્ય છે અને પર્યાય અનિત્ય છે' - એ ભાષા તો અધૂરી છે. પૂરી ભાષા તો એ છે કે દ્રવ્યદ્રષ્ટિથી દ્રવ્ય (વસ્તુ) નિત્ય છે અને પર્યાયદ્રષ્ટિથી દ્રવ્ય (વસ્તુ) અનિત્ય છે.”
• નાટકોની ભાષા જ હોય છે, તે અપૂર્ણ હોય છે; જ્યારે અદાલતની ભાષા, ન્યાયશાસ્ત્રની ભાષા પૂર્ણ હોય છે. નાટક સાહિત્યની અંતર્ગત આવે છે; તેથી સાહિત્યની ભાષામાં પર્યાય અનિત્ય છે, દ્રવ્ય નિત્ય છે – માત્ર એટલું જ કહી દેવામાં આવે છે; પરંતુ આ વાક્યનો વાસ્તવિક અર્થ એ છે કે દ્રવ્યાર્થિક દ્રષ્ટિથી દ્રવ્ય નિત્ય છે અને પર્યાયાર્થિક દ્રષ્ટિથી દ્રવ્ય અનિત્ય છે.
આ પ્રમાણે નિત્યતાનો અર્થ ‘વસ્તુની સદા ઉપસ્થિતિ એટલો માત્ર જ નથી, પરંતુ તેમાં પ્રવાહની નિરંતરતા પણ સામેલ છે; કારણ કે નિત્યતા અને અનિત્યતા બન્નેમાં કાળની અપેક્ષા છે. નિત્યતામાં કાળની અપેક્ષા છે અને અનિત્યતામાં પણ કાળની અપેક્ષા છે. વસ્તુ નિત્ય પણ કાળની અપેક્ષાએ છે અને વસ્તુ અનિત્ય પણ કાળની અપેક્ષાએ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં કાળને પર્યાય કહે છે.
દ્રવ્ય-ગુણ-પર્યાયમાં પર્યાયને કાળ કહેવામાં આવે છે, ભાવને ગુણ કહેવામાં આવે છે અને દ્રવ્ય સ્વયં વસ્તુ છે; આ રીતે દ્રવ્ય-ગુણપર્યાયમાં પ્રદેશોને સામેલ કર્યા નથી. તે
આ રીતે નિત્યતા વાળો કાળનો ખંડ દ્રષ્ટિના વિષયમાં સામેલ છે અને તે નિત્યતામાં માત્ર કદી નહીં પલટવું જ નહીં પરંતુ નિરંતર પલટવું પણ સામેલ છે.
જો આપણે નિરંતર પલટવાને અનિયતા કહીને દ્રવ્યમાંથી કાઢી નાખશું તો માત્ર પર્યાય જ નહીં નીકળે પરંતુ અનિત્યત્વ નામનો
Page #48
--------------------------------------------------------------------------
________________
- ૩૯
કાળ - પર્યાયોનો અભેદ – ધર્મ પણ નિકળી જશે અને જો ભગવાન આત્મામાંથી એક ધર્મ અથવા ગુણ પણ બહાર નીકળશે તો તે ભગવાન આત્મા ભાવથી ખંડિત થઈ જશે. જો વસ્તુમાંથી અનિત્યત્વને કાઢવામાં આવશે, તો પર્યાય નહીં નીકળે, પરંતુ અનિત્યત્વ નામનો ધર્મ નીકળી જશે. તો તે કાળ સંબંધી ભૂલ નહીં પરંતુ ભાવસંબંધી ભૂલ છે; કારણ કે અનિત્યત્વ ધર્મ ગુણ છે અને ગુણ ભાવને કહેવામાં આવે છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮.
ભાવ-ગુણોનો અભેદ
જેવી રીતે વસ્તુમાં ક્ષેત્રની અખંડતા હોય છે, કાળની અખંડતા હોય છે; તેવી જ રીતે વસ્તુમાં ગુણોની અખંડતા પણ હોય છે. ૪૭ શક્તિઓના પ્રકરણમાં પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા હતા કે ‘એક ગુણનું રૂપ બીજા ગુણમાં છે' – તે ગુણોની અખંડતાનું સૌથી મોટું કારણ છે. જો એક ગુણનું રૂપ બીજા ગુણમાં ન હોય, તો ગુણો વિખરાઈને અલગ-અલગ થઈ જશે. જો જ્ઞાનગુણમાં અસ્તિત્વગુણનું રૂપ ન હોય, તો જ્ઞાનગુણનું અસ્તિત્વ જ નહીં રહે; પછી જ્ઞાન ગધેડાના શીંગડા સમાન થઈ જશે. અસ્તિત્વગુણમાં જો પ્રમેયત્વગુણનું રૂપ ન હોય, તો અસ્તિત્વગુણને જાણી શકાશે નહિ. જો જ્ઞાનગુણ અનંત ગુણોમાં વ્યાપ્ત ન હોય, તો જ્ઞાનગુણ જ ચેતન હશે, આત્માના બાકીના ગુણ અચેતન રહેશે; કારણ કે જ્ઞાનદર્શનને જ ચેતના કહેવામાં આવે છે.
આ રીતે વસ્તુમાં ક્ષેત્રની અખંડતા અને કાળની અખંડતાની સાથે સાથે ગુણોની એટલે કે ભાવની અખંડતા પણ હોય જ છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯ વિસ્તારક્રમ અને પ્રવાહકમ
• દ્રષ્ટિના વિષય સંબંધમાં સમયસાર અનુશીલનનું નીચે જણાવેલું કથન દ્રષ્ટવ્ય છે :
પ્રવચનસારની ૯મી ગાથાની અમૃતચંદ્રાચાર્યકૃત તત્ત્વપ્રદીપિકા નામની ટીકામાં પ્રદેશોની અખંડતાને વસ્તુની સમગ્રતા અને પરિણામોની અખંડતાને વૃત્તિની સમગ્રતા કહી છે તથા બન્નેના વ્યતિરેકોને ક્રમશઃ પ્રદેશ અને પરિણામ કહીને પ્રદેશોના કમનું કારણ પ્રદેશોનો પરસ્પર વ્યતિરેક છે અને પ્રવાહમનું કારણ પરિણામો પર્યાયો)નો પરસ્પર વ્યતિરેક છે – એમ કહ્યું છે.
આ તથ્યના ઊંડાણમાં જતાં એક વાત સ્પષ્ટ થાય છે કે જો વિસ્તારક્રમનું કારણ પ્રદેશોનો વ્યતિરેક છે અને પ્રવાહક્રમનું કારણ પરિણામોનો વ્યતિરેક છે, તો પ્રદેશો અને પરિણામોનો અન્વય અર્થાત્
પ્રવચનસાર (ગુજરાતી) માંથી સાભાર : ૧ વૃત્તિ – વર્તવું તે, હોવું તે, હોવાપણું, હયાતિ (પાનું ૧૮૭) ૨ વ્યતિરેક – ભેદ (એકનો બીજામાં અભાવ); એક પરિણામ બીજા પરિણામરૂપ
નથી તેથી દ્રવ્યના પ્રવાહમાં કમ છે. (પાનું ૧૮૭) ; ભેદ, એકનું બીજરૂપ નહીં
હોવું તે, “આ તે નથી' એવા જ્ઞાનના નિમિત્તભૂત ભિન્નપણું (પાનું 10) ૩ અન્વય – એકરૂપતા; સદશ્યતા; આ તે જ છે એવા જ્ઞાનના કારણભૂત એકપણું.
(પાનું ૧૯૧)
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૨
-
• દ્રષ્ટિનો વિષય
અનુસ્મૃતિથી રચિત વિસ્તાર અને પ્રવાહ, ક્ષેત્ર અને કાળની સમગ્રતા (અખંડતા)ના કારણ હોવા જોઈએ. આમ એ સહજ જ ફલિત થાય છે. કે વસ્તુની સમગ્રતા ક્ષેત્રની અખંડતા છે અને વૃત્તિની સમગ્રતા કાળની અખંડતા છે. તાત્પર્ય એ છે કે પરિણામોમાં સર્વત્ર પરસ્પર અનુસ્મૃતિથી રચિત એક પ્રવાહ જ કાળની અખંડતા છે.”
ઉક્ત કથનમાં પ્રત્યેક શબ્દ અલગ-અલગ વ્યાખ્યાની અપેક્ષા રાખે છે. વસ્તુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમય હોય છે. વસ્તુમાં બે ચીજો હોય છે. એકનું નામ છે વિસ્તારક્રમ અને બીજીનું નામ છે પ્રવાહક્રમ. વિસ્તારક્રમ ક્ષેત્રની અપેક્ષાએ હોય છે અને પ્રવાહકમ કાળની અપેક્ષાએ હોય છે.
આત્માના અસંખ્યાત પ્રદેશોને એવી રીતે ફ્લાવી દઈએકેએક પ્રદેશમાં બીજો પ્રદેશને રહે, તો તે પ્રદેશો સંપૂર્ણ લોકાકાશમાં ફેલાઈ જશે.
કેવળી સમુદઘાતમાં જે લોકપૂરણ દશા થાય છે, તેમાં લોકાકાશના એક-એક પ્રદેશ પર આત્માનો એક-એક પ્રદેશ રહે છે અર્થાત્ જેટલા લોકાકાશના પ્રદેશ છે તેટલા જ એક આત્માના પ્રદેશ છે; આત્મા લોકાકાશપ્રમાણ અસંખ્યાત પ્રદેશ છે. લોકાકાશમાં જે અસંખ્યાત પ્રદેશ છે અર્થાત ત્રણે લોકમાં જે ઉપર-નીચે, આગળ-પાછળ, આજુ-બાજુમાં પ્રદેશ છે, એ બધા પ્રદેશોનું સ્થાન અનાદિકાળથી નિશ્ચિત છે અને અનંત કાળ સુધી રહેશે. એક પણ પ્રદેશ એક ઈંચ પણ અહીં-તહીં હલશે નહિ તથા તે પ્રદેશોમાં દરેક પ્રદેશની છયે બાજુમાં ક્યા ક્યા પ્રદેશો રહેશે, એ પણ નિશ્ચિત છે.
૧ અનુસ્મૃતિ – અન્વયપૂર્વક જોડાણ (સર્વ પરિણામો પરસ્પર અન્વયપૂર્વક ગુંથાયેલા - - જોડાયેલા – હોવાથી તે બધા પરિણામો એક પ્રવાહપણે છે તેથી તેઓ ઉત્પન્ન
કે વિનષ્ટ નથી) પ્રવચનસાર (ગુજરાતી), પાનું ૧૮૭ માંથી સાભાર ૨ સમયસાર અનુશીલન (ગુજરાતી) પાનું ૮૩-૮૪
Page #52
--------------------------------------------------------------------------
________________
વિસ્તારક્રમ અને પ્રવાક્રમ
બે
આપ સૌ જાણતા હશો કે પરમાણુની રચના ષટ્કોણમય હોય છે તથા ષટ્કોણમય રચના હોવાથી જગ્યા બિલકુલ જ ખાલી રહેતી નથી અર્થાત્ બે પરમાણુ વચ્ચે સ્થાન બિલકુલ ખાલી હોતું નથી. જેવી રીતે એક પરમાણુ તે છ તરફ્થી છ પરમાણુ ચોંટી શકે છે; તેવી જ રીતે આત્માના પ્રદેશોમાં પણ એક પ્રદેશને છ પ્રદેશો ઘેરે છે. આત્માના તે પ્રદેશો અનાદિકાળથી અનંતકાળ સુધી તે જ સ્થિતિમાં રહેશે, ભલે તે પ્રદેશો સંપૂર્ણ લોકાકાશમાં ફેલાઈ જાય અથવા નાના શરીરમાં આવીને સંકેલાઇ જાય.
જેવી રીતે રૂમાલમાં દોરાઓ હોય છે, તે આજુ-બાજુથી એક નિશ્ચિત ક્રમમાં રહે છે. રૂમાલને આપણે ગમે તેવી રીતે ફેરવતા રહીયે તોપણ તેમનો ક્રમભંગ થતો નથી અર્થાત્ ક્રમ બદલાતો નથી.
૪૩
તેવી રીતે લોકાકાશના પ્રદેશોનો એક નિશ્ચિત ક્રમ છે અને તેઓ તે જ ક્રમમાં રહે છે અર્થાત્ તે પ્રદેશોનો એક વ્યવસ્થિત ક્રમ છે અને તે ક્રમ અનાદિકાલથી અનંતકાલ સુધી રહેશે, તેને કદી બદલાવી શકાતો નથી. લોકાકાશના પ્રદેશોની જેમ આત્માના પ્રદેશોનો પણ નિશ્ચિત ક્રમ છે. જ્યારે આત્માના પ્રદેશો સંપૂર્ણ લોકમાં ફેલાઈ જાય છે, ત્યારે પણ આત્માના પ્રદેશોનો ક્રમ તેનો તે જ રહે છે અને તે ક્રમ કદી બદલાવી શકાતો નથી; તેને જ વિસ્તારક્રમ કહે છે.
જ
જેવી રીતે વિસ્તારક્રમમાં પ્રદેશોનું સ્થાન બદલાવી શકાતું નથી, તેવી જ રીતે પ્રવાહક્રમમાં પર્યાયને નિશ્ચિત સમયથી બદલાવી શકાતી નથી. જેવી રીતે પ્રદેશોનો ક્રમ સુનિશ્ચિત છે; તેવી જ રીતે અનાદિકાલથી લઈને અનંતકાલ સુધી જેટલા સમય છે, તેમાં પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય એક-એક સમયમાં ખચિત છે. ન તો એ સંભવ છે કે કાલની પર્યાયને આજે લઈ આવીએ અથવા આજની પર્યાયને કાલ પર લઈ જઈએ.
Page #53
--------------------------------------------------------------------------
________________
Fr
કર્યો છે.
દ્રષ્ટિનો વિષય
આ પ્રમાણે આચાર્ય અમૃતચંદ્રે વિસ્તારક્રમથી પ્રવાક્રમને સિદ્ધ
જો આ પુસ્તકમાંથી પાછળનાં પાનાને આગળ લાવવું હો તો ફાડીને લાવવું પડશે. પાનું ફાડવાથી આ પુસ્તક અખંડ નહીં રહે. જો દ્રવ્યના એક પ્રદેશને બીજી જગ્યાએ હટાવવું હોય, તો દ્રવ્યના ટુકડા કરવા પડશે. ટુકડા કરવાથી વસ્તુ અખંડ નહીં રહે; જ્યારે વસ્તુ તેને કહે છે કે જે અખંડ હોય અર્થાત જેના ખંડ ન થઈ શકે. આથી પ્રદેશોને એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલાવી શકાતા નથી.
જેવી રીતે વિસ્તારક્રમમાં એ નિયમ છે કે એક પ્રદેશને બીજી જગ્યાએ બદલાવી શકાતો નથી, તેવી જ રીતે પ્રવાહક્રમમાં પણ એ નિયમ છે કે એક પર્યાયને બીજી જગ્યાએ બદલાવી શકાતી નથી. જેમકે-કોઈની સિદ્ધપર્યાય એક લાખ વર્ષ પછી થવાની હોય અને તેને તે અત્યારે લાવવા માંગતો હોય, તો જે સ્વકાળમાંથી સિદ્ધપર્યાયને તે કાઢશે, ત્યાં એક કટ લાગી જશે. જો એક પર્યાયને સમયની પહેલાં કોઈ સ્થાનાંતરિત કરવા માંગશે તો આત્માની અનાદિ-અનંતતા ખંડિત થઈ જશે; જ્યારે વસ્તુ તેને કહીએ છીએ, જે અખંડ રહે છે. એથી પર્યાયને કદાપિ બદલાવી શકાતી નથી.
એક લાખ વર્ષ પછી આવવાવાળી સિદ્ધપર્યાય જો તે અત્યારે લાવવા માંગશે તો સિદ્ધપર્યાય આવ્યા પછી સંસારપર્યાય કદી આવતી નથી; એથી અત્યારથી લઈને એક લાખ વર્ષ સુધીની સંસારપર્યાયોનું શું થશે ? સિદ્ધપર્યાય લાવવા માટે તેમને ખતમ કરવી પડશે. જો તેમને ખતમ કરી, તો તેટલું દ્રવ્ય ખંડિત થઈ જશે. જેમ નવ મીટર ધોતીયામાંથી જો વચમાંથી એક મીટર કાઢી નાખવામાં આવે તો તે આઠ મીટરનું રહી જશે અને વચ્ચે એક સાંધ લાગી જશે; તેવી જ રીતે જો આત્મામાંથી એટલા સમયની સંસારપર્યાયો કાઢી નાખવામાં આવે, તો આત્મા કાળથી ખંડિત
Page #54
--------------------------------------------------------------------------
________________
વિસ્તારક્રમ અને પ્રવાહમ –
- ૪૫
થઈ જશે, એટલો નાનો થઈ જશે, અનાદિ-અનંત નહીં રહે અને તેમાં એક સાંધ લાગી જશે.
આચાર્ય અમૃતચંદ્ર અહીં કાળની અખંડતાને સમજાવવા માટે પ્રદેશની અર્થાત્ ક્ષેત્રની અખંડતાનું ઉદાહરણ આપ્યું છે. અહીં કાળની અખંડતા એ સિદ્ધાંત છે અને પ્રદેશની અખંડતા એ ઉદાહરણ છે. આપણે બધા પ્રસંગ-વાર્તાને ઉદાહરણ સમજીએ છીએ, પરંતુ એમ નથી.
ઉદાહરણાનો એક નિયમ છે કે ઉદાહરણ સરળ હોવું જોઈએ તથા સિદ્ધાંત અધરો હોવો જોઈએ; ઉદાહરણ લોકપ્રસિદ્ધ હોવું જોઈએ તથા સિદ્ધાંત અપ્રસિદ્ધ હોવો જોઈએ; ઉદાહરણ સ્થળ હોવું જોઈએ તથા સિદ્ધાંત સૂક્ષ્મ હોવો જોઈએ. - • જ્યારે ક્ષેત્રને બદલાવવા વિષે કોઈને વિકલ્પ આવતો નથી, તો પછી પર્યાયને બદલાવવાનો વિકલ્પ કેમ ઉત્પન્ન થાય છે ?
આપણને પર્યાયને બદલાવવાની ઈચ્છા એ માટે થાય છે કે આત્માના પ્રદેશ (ક્ષેત્ર)ના પલટવાથી કોઈ બગાડ-સુધાર થતો નથી અર્થાત જો માથામાં સ્થિત આત્મપ્રદેશો પગમાં જતા રહે અથવા પગમાં સ્થિત પ્રદેશો માથામાં આવી જાય તો આપણને કોઈ દુઃખ થતું નથી; માટે પ્રદેશોના કારણે કોઈ બગાડ-સુધાર નથી.
બગાડ-સુધાર તો પર્યાયમાં થાય છે અર્થાત્ કોઈ પર્યાય આપણને દુઃખમય લાગે છે અને કોઈ પર્યાય આપણને સુખમય લાગે છે, આથી પર્યાયને બદલાવવાની ઈચ્છા થાય છે. પરંતુ પર્યાયને બદલાવી શકાતી. નથી. પર્યાય સંબંધી આપણું જે અજ્ઞાન છે, તેને તો બદલાવી શકાય છે, પરંતુ પર્યાયને નહીં. 1 • વિસ્તારકમ એટલે ક્ષેત્રનો ક્રમ, વિસ્તારનો અર્થ ક્ષેત્ર અથવા ફેલાવ થાય છે અને ફેલાવનો એક નિશ્ચિત ક્રમ છે, એને બદલાવી શકાતો
Page #55
--------------------------------------------------------------------------
________________
દ્રષ્ટિનો વિષય
નથી. જેમ રૂમાલની ઘડી કરવાથી રૂમાલના પ્રદેશોના ક્રમ (Relative Location) માં કોઈ ફરક પડતો નથી, તેવી જ રીતે આત્માને કીડીના શરીરમાં જવુ પડે તોપણ આત્માના પ્રદેશોના ક્રમમાં કોઈ ફરક પડતો નથી. જેમ વિસ્તારના ક્રમને ક્ષેત્ર કહેવાય છે, તેમ પ્રવાહના ક્રમને કાળ કહેવાય છે. જેવી રીતે ક્ષેત્રથી ભગવાન આત્મા અખંડ છે, તેવી જ રીતે કાળથી પણ ભગવાન આત્મા અખંડ છે.
જો આપણને આ વાત સમજમાં આવી જાય કે કાળથી ભગવાન આત્મા અખંડ છે, તો પછી આપણે પર્યાયને પલટાવવાની વાત વિચારશું જ નહીં, કારણ કે તેમાં ફેરફાર થઈ શકતો જ નથી.
૪૬
આ વાત સાંભળીને ઘણા લોકો પૂછે છે કે પછી અમારા પુરુષાર્થનું શું થશે ? અરે ભાઈ ! જે દિવસે તમને આ વાત સમજમાં આવશે તે જ દિવસે સાચો પુરૂષાર્થ પ્રગટ થશે. અત્યારે નરક-નિગોદમાં નાખવાવાળો અને સંસારમાં રખડાવનારો પુરૂષાર્થ છે. અસલી પુરૂષાર્થ તો તે દિવસે પ્રગટ થશે, જે દિવસે તે લોકો સ્વીકારશે કે ભગવાન આત્મા કાળથી પણ અખંડ છે અર્થાત્ પર્યાયમાં પરિવર્તન કરી શકાતું નથી.
આ રીતે પ્રદેશોની અખંડતાને વિસ્તારક્રમ કહે છે અને તે પ્રદેશોની અખંડતા દ્રવ્યાર્થિકનયનો વિષય છે. તે બધા પ્રદેશ અનાદિઅનંત અને અખંડ છે. અખંડ હોવા છતાં પણ તેમને અલગ-અલગ જાણી પણ શકાય છે. જો તેમને અલગ-અલગ જાણી શકાતા ન હોત તો તે પ્રદેશોની સંખ્યા અસંખ્ય છે, અનંત નહીં એમ કેમ જણાત ? જોકે તેઓ જુદા થઈ શકતા નથી તોપણ તેઓ જુદા-જુદા છે.
પ્રદેશની જેમ ગુણો પણ જુદા થઈ શકતા નથી, પરંતુ તેઓ જુદા-જુદા છે. અલગ-અલગ ન થવું-એ દ્રવ્યની ઓળખાણ છે અને અલગ થવું – એ પર્યાયની ઓળખાણ છે. ગુણભેદને, પ્રદેશભેદને, કાળના ખંડને આ બધાંને પર્યાય કહે છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
- ૪૭
વિસ્તારક્રમ અને પ્રવાહક્રમ છે
ક્ષેત્રની અખંડતાને “અસંખ્યપ્રદેશી કહેવાય છે. જ્યારે “અસંખ્યપ્રદેશી' કહેવામાં આવે છે. ત્યારે પ્રદેશ” વિશેષણ બની જાય...
છે એટલે કે અસંખ્યપ્રદેશી એક અખંડ વસ્તુનો બોધ કરાવે છે તથા જ્યારે - “અસંખ્ય પ્રદેશ' કહેવામાં આવે છે, ત્યારે તે ભેદનો બોધ કરાવે છે. ભગવાન આત્મા અસંખ્યપ્રદેશ નથી, અસંખ્યપ્રદેશ છે, ભગવાન આત્મા અનંતગુણ નથી અનંતગુણમય છે.
• જો અલગ-અલગ પ્રદેશ ખ્યાલમાં આવે તો આત્માનો અનુભવ નહીં થાય, પરંતુ વિકલ્પની જ ઉત્પત્તિ થશે; અનંત ગુણ અલગ-અલગ ખ્યાલમાં આવે તો પણ આત્માનો અનુભવ નહીં થાય, પરંતુ વિકલ્પની જ ઉત્પત્તિ થશે; જે અલગ-અલગ પર્યાયો પણ અનુભવમાં ખ્યાલમાં આવે, ત્યારે પણ આત્માનો અનુભવ નહીં થાય, પરંતુ વિકલ્પની જ ઉત્પત્તિ થશે.
જ્યારે ક્ષેત્ર સંબંધી ભેદનો વિકલ્પ, કાળ સંબંધી ભેદનો વિકલ્પ, દ્રવ્ય સંબંધી ભેદનો વિકલ્પ અને ભાવ સંબંધી ભેદનો વિકલ્પ – આ બધા વિકલ્પો નથી હોતાં, ત્યારે તે અનુભૂતિનો કાળ છે. એ સમયે દ્રવ્યદ્રષ્ટિનો જે વિષય બને છે; તે જ દ્રવ્યાર્થિકનયનો વિષય છે.
વ્યતિરેકનો અર્થ થાય છે વિપરીત. જેમ અખંડતાનું વિપરીત ખંડ છે અર્થાતુ અખંડતાનો વ્યતિરેક ખંડ છે; તેમ વસ્તુની સમગ્રતાના વ્યતિરેકને પ્રદેશ અને પરિણામોની સમગ્રતાના વ્યતિરેકને પર્યાય કહેવામાં આવે છે.
પરિણામોની સમગ્રતાના વ્યતિરેકને પર્યાય કહે છે, પરંતુ પર્યાયાર્થિકનયના વિષયવાળી પર્યાય માત્ર આ જ પર્યાય નથી; કારણ કે પર્યાયાર્થિકનયના વિષયવાળી પર્યાયમાં તો પ્રદેશોનો વ્યતિરેક પણ સામેલ છે, ગુણોનો વ્યતિરેક પણ સામેલ છે; જ્યારે આ પર્યાયમાં તો માત્ર કાળનો વ્યતિરેક જ આવે છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૮
• દ્રષ્ટિનો વિષય
સમજવામાં તકલીફ એ છે કે બન્નેનું નામ જ પર્યાય છે અને બન્નેને પર્યાય જ કહેવામાં આવે છે.
હમણાં જે એમ કહ્યું હતું કે “જો વિસ્તારક્રમનું કારણ પ્રદેશોનો વ્યતિરેક છે અને પ્રવાહકમનું કારણ પરિણામોનો વ્યતિરેક છે તો પ્રદેશો અને પરિણામોનો અય અર્થાત અનુસ્મૃતિથી રચિત વિસ્તાર અને પ્રવાહ; ક્ષેત્ર અને કાળની સમગ્રતા (અખંડતા)ના કારણ હોવા જોઈએ.” તો અહીં પ્રદેશોનો અન્વય' નું તાત્પર્ય અનુસ્મૃતિથી રચિત વિસ્તાર છે અને પરિણામોનો અન્વય” નું તાત્પર્ય અનુસ્મૃતિથી રચિત પ્રવાહ છે.
જે પ્રમાણે વિસ્તારક્રમનું કારણ પ્રદેશોનો વ્યતિરેક છે તો પ્રદેશોનો અન્વય ક્ષેત્રની સમગ્રતા (અખંડતા)નું કારણ હોવું જોઈએ. તેવી જ રીતે પ્રવાહેદમનું કારણ પરિણામોનો વ્યતિરેક છે, તો પરિણામોનો અન્વય કાળની સમગ્રતા (અખંડતા)નું કારણ હોવું જોઈએ.
દસ નયોમાં જે એક “અન્વયદ્રવ્યાર્થિકનય છે, તે અન્વયદ્રવ્યાર્થિકનયનો વિષય આ જ અન્વય છે. (વધુ માહિતી માટે જુઓ પરિશિષ્ટ)
અન્વય તો દ્રવ્યાર્થિકનયનો વિષય છે અને વ્યતિરેક તે પર્યાયાર્થિનયનો વિષય છે તથા આદ્રવ્યાર્થિનયના વિષયભૂત અન્વયમાં ગુણોનો અન્વય, પ્રદેશોનો અન્વય અને પર્યાયોનો અન્વય-બધાનો અન્વય સામેલ છે, વ્યતિરેક કોઈનો પણ સામેલ નથી. દ્રષ્ટિના વિષયમાં કાળનો અન્વય સામેલ છે. કાળનો વ્યતિરેક સામેલ નથી; ભાવના અન્વય સામેલ છે, ભાવનો વ્યતિરેક સામેલ નથી; ક્ષેત્રનો અન્વય સામેલ છે, ક્ષેત્રનો વ્યતિરેક સામેલ નથી. .
• આ વિષયથી સંબંધિત સમયસાર અનુશીલનનું નીચેનું કથન પણ દ્રવ્ય છે :
Page #58
--------------------------------------------------------------------------
________________
વિસ્તારક્રમ અને પ્રવાહકમ -
- ૪૯
" પ્રશ્ન - આ પ્રમાણે કાળની અખંડતાને સુરક્ષિત રાખવાથી દ્રવ્યાર્થિકનયના વિષયભૂત દ્રવ્યમાં અર્થાત્ દ્રષ્ટિના વિષયમાં શું પર્યાય ભળી નહિં જાય? કેમકે પરિણામોના અન્વયને જ તો કાળની અખંડતા કહેવાય રહી છે. જ્યારે પરિણામોનો અન્વયદ્રષ્ટિના વિષયમાં આવી ગયો, તો પરિણામ પણ આવી જ ગયા સમજો.
ઉત્તર - એમ વાત નથી, કેમકે આચાર્ય જયસેન અન્વયને ગુણનું અને વ્યતિરેકને પર્યાયનું લક્ષણ કહે છે. તેમના મૂળ શબ્દો આ પ્રમાણે છે:. “अन्वयिनो गुणा अथवा सहभुवो गुणा इति गुणलक्षणम् । व्यतिरेकिणः पर्याया अथवा क्रमभुवः पर्याया इति पर्यायलक्षणम्।"
આ કથનથી એ સ્પષ્ટ છે કે અનુસૂતિથી રચિત પ્રવાહ ગુણ છે, પર્યાય નહીં. કાળનો અન્વય (અખંડ પ્રવાહ) ગુણ છે અને કાળનો વ્યતિરેક પર્યાયો છે. આ રીતે કાળની અખંડતા-દ્રષ્ટિના વિષયમાં આવવા છતાં પણ પર્યાયો તેમાં આવતી નથી.” .
અનુસ્મૃતિથી રચિત પ્રવાહ બે પ્રકારનો હોય છે; એક તો વિસ્તારક્રમવાળો અનુસ્મૃતિથી રચિત પ્રવાહ તથા બીજે પ્રવાહક્રમવાળો અનુસૂતિથી રચિત પ્રવાહ. આત્મામાં જે અસંખ્ય પ્રદેશ છે, તે વિખરાઈને કદી અલગ-અલગ થઈ જતા નથી, કારણ કે તેમનામાં અનુસૂતિથી રચિત એક પ્રવાહ છે. જે રીતે પ્રદેશોમાં અનુસૂતિથી રચિત પ્રવાહ છે, તે જ રીતે પર્યાયોમાં પણ અનુસ્મૃતિથી રચિત પ્રવાહ છે.
પૂર્વપર્યાય અને ઉત્તરપર્યાય એ બન્ને પૃથક પૃથફ હોવા છતાં પણ એટલી મજબૂતીથી જોડાયેલી છે કે એમની જોડ કોઈ મોતીઓમાં પરોવાયેલી સૂતરની દોરી સમાન નથી. જેમ મંદિરોમાં સંગેમરમરને જ ખોદી ખોદીને
૧ પ્રવચનસાર ગાથા ૯૩ની તાત્પર્યવૃત્તિ ટીકા ૨ સમયસાર અનુશીલન (ગુજરાતી) ભાગ ૧, પાનું ૮૪-૮૫
-
Page #59
--------------------------------------------------------------------------
________________
દ્રષ્ટિનો વિષય
જ
બનાવાયેલી માળામાં જે મોતી જોડાયેલા હોય છે, તે કોઈ સિમેન્ટ મસાલાથી જોડાયેલા હોતાં નથી, પરંતુ તેઓ અંદરમાં તે જ સંગેમરમર વડે જોડાયેલા હોય છે. જે બે પર્યાયો મજબૂતીથી જોડાયેલી છે, તે સૂતરની દોરીથી પરોવાયેલી માળા સમાન નથી; પરંતુ સંગેમરમરથી બનેલી મોતીઓની માળા સમાન છે.
૫૦
જે પ્રમાણે બે પ્રદેશ અલગ-અલગ હોવા છતાં પણ મજબૂતીથી જોડાયેલા છે, તે જ પ્રમાણે બે પર્યાયો પણ અલગ-અલગ હોવા છતાં પણ અંદરથી ઘણી મજબૂતીથી જોડાયેલી છે. જે રીતે બે પ્રદેશોની વચમાં કોઈ ખાલી જગ્યા નથી, તે જ રીતે બે પર્યાયોની વચમાં કોઈ ખાલી જગ્યા નથી.
દોરીથી પરોવાયેલી જ મોતીઓની માળા છે, તેમાં બે મોતીઓ વચ્ચે ખાલી જગ્યા છે, પરંતુ જે સંગેમરમરના મોતીઓ બનાવવામાં આવ્યાં છે, તેમનામાં તે મોતીઓ કોઈ મસાલાથી જોડવામાં આવ્યાં નથી. પર્યાયો દોરીથી પરોવાયેલાં મોતી સમાન નથી, પરંતુ સંગેમરમરથી બનાવવામાં આવેલી મોતીઓની માળા સમાન છે.
જે પ્રમાણે દ્રવ્યમાં બે પ્રદેશોની વચમાં ક્ષેત્રની અખંડતા છે, તે જ પ્રમાણે બે પર્યાયોની વચમાં કાળની અખંડતા છે અને એ પ્રદેશો અને પર્યાયોમાં અનુસ્મૃતિથી રચિત પ્રવાહ છે. જે અનુસ્મૃતિથી રચિત પ્રવાહ છે, તે અન્વય છે અને તે અન્વય દ્રવ્યનું લક્ષણ છે. તથા પર્યાયોમાં જે પરસ્પર વ્યતિરેકીપણું છે, તે પર્યાયનું લક્ષણ છે.
કોઈ લોકો કહે છે કે આપે પર્યાયોના પ્રવાહને સામેલ કરીને દ્રષ્ટિના વિષયમાં બધી પર્યાયોને સામેલ કરી દીધી, તો હું તેમને કહું છું કે અરે ભાઈ ! પર્યાયોના પ્રવાહનું નામ તો દ્રવ્ય છે. જો અનુસૂતિથી રચિત
Page #60
--------------------------------------------------------------------------
________________
વિસ્તારક્રમ અને પ્રવાહકમ -
- ૫૧ પ્રવાહને પર્યાય માનીને દ્રવ્યમાંથી કાઢી નાખીએ છીએ તો માત્ર પર્યાય ખંડિત થતી નથી, પરંતુ દ્રવ્ય ખંડિત થાય છે. અનુસ્મૃતિથી રચિત પ્રવાહ તો નિત્યતાનું લક્ષણ છે. જો એ નિત્યત્વ નામના ધર્મને કાઢી નાખશું તો ભગવાન આત્મા ભાવથી ખંડિત થઈ જશે. જે દ્રવ્યમાંથી અનુસ્મૃતિથી રચિત પ્રવાહને કાઢી નાખીશું તો અન્વયે નીકળી જશે, જ્યારે કાઢવાનો તો વ્યતિરેકને છે અર્થાત્ કાઢવાની તો પર્યાયને છે.
આજકાલ એવા કેટલાય જોડીયા બાળકો પેદા થાય છે, જેમનાં અંગ જોડાયેલા હોય છે. જો તેમને અલગ-અલગ કરવામાં આવે તો બન્નેય મરી જશે, જીવી શકશે નહિ. તેવી જ રીતે બે પર્યાયો એવી રીતે જોડાયેલી છે કે તેમની વચ્ચે બિલકુલ જગ્યા ખાલી નથી અને તેઓ એ રીતે જોડાયેલી છે કે ત્રણલોક અને ત્રણકાળમાં ક્યારે પણ જુદી થઈ શકતી નથી.
એ પર્યાયોનું અલગ ન થવું, એનું નામ અનુસૂતિથી રચિત પ્રવાહ છે, તે અન્વય છે તથા તે અન્વય દ્રષ્ટિના વિષયમાં સામેલ છે.
“અનુસૂતિથી રચિત પ્રવાહ ગુણ છે, પર્યાય નહીં' - આ વાત સમજવી બહુ કઠણ છે અને એને શબ્દોમાં બાંધવી એ એનાથી પણ વધુ કઠણ છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦
પર્યાય કઈ રીતે સામેલ છે ?
દ્રષ્ટવ્ય છે :
આ વિષે સમયસાર અનુશીલનનું નીચે જણાવેલું કથન
‘‘ભૂતકાળની પર્યાયો તો વિનષ્ટ થઈ ચૂકી છે, ભવિષ્યની પર્યાયો હજુ અનુત્પન્ન છે અને વર્તમાન પર્યાય સ્વયં દ્રષ્ટિ છે, જે વિષયી છે; તે દ્રષ્ટિના વિષયમાં કઈ રીતે સામેલ થઈ શકે છે ? વિષય બનાવવાના રૂપમાં તો તે ભળેલી જ છે; કેમકે વર્તમાન પર્યાય જ્યાં સુધી દ્રવ્ય તરફ ન ઢળે, તેની સન્મુખ ન થાય, તેને ન સ્પર્શે, તેમાં તન્મય ન થાય, તેમાં એકાકાર ન થઈ જાય; ત્યાં સુધી આત્માનુભૂતિની પ્રક્રિયા પણ સંપન્ન થઈ શકતી નથી. આમ વર્તમાન પર્યાય અનુભૂતિના કાળમાં દ્રવ્યની સન્મુખ થઈને દ્રવ્યથી અભેદ તો થાય જ છે, પરંતુ આ અભેદ અન્ય પ્રકારનું છે, ગુણો અને પ્રદેશોના અભેદ જેવું નથી.'’૧ -
વિષય બનાવવાના રૂપમાં પર્યાય પણ દ્રષ્ટિના વિષયમાં ભળેલી છે. એ વિષે એમ કહેવામાં પણ આવે છે કે દ્રષ્ટિ અંતર્મુખ થઈ ગઈ. એક ઉદાહરણ પણ આપવામાં આવે છે કે જે વિજળીનો તાર હોય છે, તેમાં કરંટ ત્યાં સુધી આવતો નથી, જ્યાં સુધી તે પાવર હાઉસ (જે કરંટનું ઘર છે) ને સ્પર્શ કરતો નથી. તેવી જ રીતે જ્યાં સુધી પર્યાય ૧ સમયસાર અનુશીલન (ગુજરાતી), પાનું ૮૩
Page #62
--------------------------------------------------------------------------
________________
પર્યાય કઈ રીતે સામેલ છે ?
દ્રવ્યને સ્પર્શ નહીં કરે, ત્યાં સુધી પર્યાયમાં કેવળજ્ઞાન નહીં થાય. સ્વભાવમાં તો સર્વજ્ઞ શક્તિ ભરી પડી છે, પરંતુ જો પર્યાય તે સ્વભાવને સ્પર્શ નહીં કરે, તો તેમાં કેવળજ્ઞાન ક્યાંથી આવશે ? આ અપેક્ષાએ પર્યાય દ્રષ્ટિના વિષયમાં સામેલ છે અર્થાત્ દ્રષ્ટિના વિષયમાં ભળેલી
છે.
૫૩
પર્યાય સ્વભાવનો આશ્રય લીધો, એ અપેક્ષાથી પર્યાય દ્રષ્ટિના વિષયમાં સામેલ છે.
• પાટણી જાતિની છોકરીના જો કાસલીવાલ જાતિના છોકરા સાથે લગ્ન થાય તો છોકરી કાસલીવાલ થઈ કે નહીં ? અરે ભાઈ ! તેની બન્ને અપેક્ષાઓ છે. તે છોકરી કાસલીવાલ થઈ પણ ગઈ અને ન પણ થઈ. જો તેને પાટણીની દિકરીની દ્રષ્ટિથી જોઈશું, તો તે પાટણી પણ છે અને કાસલીવાલની વહુની દ્રષ્ટિથી જોઈશું, તો તે કાસલીવાલ પણ છે. આ વિષે ક્યારેય પણ સમસ્યા ઉત્પન્ન થતી નથી કે તે કાસલીવાલ છે કે પાટણી ? પરંતુ દ્રષ્ટિના વિષયમાં પર્યાય સામેલ છે કે નહીં, એ વિષે બધાને સમસ્યા છે. અરે ભાઈ ! જ્યારે પર્યાય તે દ્રવ્યને જ્ઞાનનું જ્ઞેય બનાવી રહી છે, શ્રદ્ધાનું શ્રદ્ધેય બનાવી રહી છે, જ્યારે બધા ગુણની પર્યાયો આત્મસન્મુખ થઈ ગઈ છે તથા આત્માના અતીન્દ્રિય આનંદનું ઝરણું પણ પર્યાયમાં ફુટી નીકળ્યું છે અને તે આનંદમાં કયાંય પણ ત્રૂટિ નથી અર્થાત્ આનંદની અખંડ ધારા પર્યાયમાં વહી રહી છે; જ્યારે પર્યાય તે દ્રવ્ય પ્રતિ પોતાને એટલી સમર્પિત કરી દીધી છે, તો પછી પર્યાયને દ્રવ્યમાં સામેલ થવા માટે વધુ શું કરવાનું છે ?
જ્યારે સોનિયા ગાંધીએ ઈટાલીની નાગરિકતા છોડી દીધી છે, . ભારતની નાગરિકતા ગ્રહણ કરી લીધી છે અને ભારતીય સંસ્કૃતિ અનુસાર
Page #63
--------------------------------------------------------------------------
________________
દ્રષ્ટિનો વિષય
અન્ય વસ્ત્રોની અપેક્ષા સાડી પહેરવાનું પણ શરૂ કરી દીધું છે, તો હું પૂછું છું કે ભારતીય બનવા માટે તેઓ એથી વધુ શું કરે ?
૫૪
તેવી જ રીતે પર્યાય દ્રવ્યમાં સામેલ થવા માટે દ્રવ્ય સાથે એકાકાર પણ થઈ ગઈ તથા તેણે પોતાનું નામ સુદ્ધાં બદલાવી નાખ્યું અર્થાત્ પર્યાયે પોતાનો સ્વર પણ એવો કરી લીધો કે હું દ્રવ્ય છું, હું આત્મા છું, હું ત્રિકાળી ધ્રુવ, અનાદિ-અનંત, અખંડ છું. તે પર્યાય એમ બોલવા લાગી કે –
'अहमेक्को खलु सुद्धो णाणदंसणमइयो सदारुवी । '
‘હું એક શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે.'
હવે હું આપને પૂછું છું કે પર્યાય દ્રવ્યમાં સામેલ થવા માટે આનાથી વધુ-શું કરે ? અરે ભાઈ ! વિષય બનાવવાના રૂપમાં ‘પર્યાય’ દ્રષ્ટિના વિષયભૂત દ્રવ્યમાં ભળેલી જ છે.
જો પર્યાય દ્રવ્યમય ન થાય, તો પદાર્થમાં કેવળજ્ઞાન જ ન થાય. ઉપયોગની એકાગ્રતાને ધ્યાન કહેવાય છે અને ઉપયોગ પર્યાય છે. જો તે ઉપયોગ (પર્યાય) ત્રિકાળી ધ્રુવમાં અભેદ એકાકાર ન થાય, તો આત્માનું ધ્યાન નહીં થાય. એ બે વચ્ચે જો થોડી પણ સંધિ રહેશે, તો આત્માનું ધ્યાન નહીં થાય.
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧ તત્વવ્યવસ્થામાં દ્રષ્ટિનો વિષય
વસ્તુવ્યવસ્થા મુજબ દ્રષ્ટિના વિષય સંબંધી વિસ્તૃત ચર્ચા કર્યા બાદ હવે સંક્ષિપ્તમાં તત્ત્વવ્યવસ્થામાં કહેલા સાત તત્ત્વોમાંથી દ્રષ્ટિના વિષય જીવ’ વિષે સંક્ષિપ્ત ચર્ચા આ પ્રકરણમાં કરવામાં આવી છે.
આ જ સંદર્ભમાં હું એક વાત વધુ કહેવા માંગુ છું કે જિનવાણીમાં કથન કયા પ્રકારે હોય છે.
જિનવાણીમાં દ્રવ્યોના નામોનો ઉલ્લેખ છ દ્રવ્યોરૂપે પણ આવે છે અને બે દ્રવ્યોરૂપે પણ આવે છે. છ દ્રવ્યોના નામ જીવ, પુગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ છે. બે દ્રવ્યોના રૂપમાં ઉલ્લેખ દ્રવ્યસંગ્રહમાં આપણને આ રીતે મળે છે :
'जीवमजीवं दव्वं, जिणवरवसहेण जेण णिद्दिठें । देविंद-विंद-वंदं, वंदे तं सव्वदा सिरसा ॥१॥'
(હરિગીત) જીવ અજીવ જેણે વર્ણવ્યાં દેવેન્દ્રવૃંદથી વંદ્ય તે, શિરસા નમીને સર્વદા, વંદુ હું જિનવર વૃષભને. ૧
Page #65
--------------------------------------------------------------------------
________________
પs
• દ્રષ્ટિનો વિષય અન્વયાર્થ:- (ચેન નિનવરવૃષમે) જે જિનવર વૃષભભગવાને (નીવમ્ મનવમ્ દ્રવ્યમ) જીવ અને અજીવ દ્રવ્યનું (નિર્વિષ્ટમ) વર્ણન કર્યું છે, (કેવેન્દ્રવૃન્દ્રવન્ય) દેવેન્દ્રોના સમૂહથી વંદનીય (તમે) તે પ્રથમ તીર્થકર વૃષભદેવને હું (શ્રી નેમિચન્દ્ર સિદ્ધાન્તિદેવ) (સર્વ) હંમેશા (શિરસ) મસ્તક નમાવીને (વન્ટે) નમસ્કાર કરું છું.'
આ ગાથામાં જીવ અને અજીવના રૂપમાં બે દ્રવ્યોના નામ કહ્યાં છે, પરંતુ આ બન્ને કથનોમાં પરસ્પર કોઈ વિરોધ નથી; કારણ કે પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ - આ પાંચેય દ્રવ્યો અજીવ જ છે.
દ્રવ્યોમાં તો છ દ્રવ્યોને બે દ્રવ્યોના રૂપમાં કહી શકાય છે, પરંતુ તત્ત્વવ્યવસ્થામાં સાત તત્ત્વોને જીવ-અજીવ એ બે તત્ત્વોના રૂપમાં કહી શકાતા નથી:-
શ્રી તત્વાર્થસૂત્રમાં આચાર્ય ઉમાસ્વામીએ સાત તત્ત્વોમાં જીવ, અજીવ પછી આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષનો જુદો ઉલ્લેખ કર્યો છે. એનાથી સ્પષ્ટ થાય છે કે આસ્રવાદિ તત્વ અજીવમાં સામેલ નથી. વસ્તુવ્યવસ્થામાં જ્યાં દ્રવ્યોમાં પુગલાદિ પાંચ દ્રવ્યોને અજીવમાં સામેલ કર્યા છે, ત્યાં જ તત્ત્વવ્યવસ્થામાં આસવાદિ તત્ત્વોને અજીવમાં સામેલ કરી શકાતા નથી. આનું કારણ એ છે કે દ્રવ્યોમાં જે પુગલ દ્રવ્ય છે, તે અજીવ જ છે; તેથી તેને અવમાં સામેલ કરી શકાય છે, પરંતુ આસવ અજીવ જ નથી, તેમાં દ્રવ્યાસ્રવ પુદ્ગલરૂપ હોવાથી અજીવ છે અને ભાવાસવ જીવનું પરિણામ છે.
તત્ત્વાર્થસૂત્રમાં છઠ્ઠા અધ્યાયમાં ‘નવાનવાધિવાળું ૨' સૂત્ર છે. આ સૂત્રમાં એમ કહ્યું છે કે આસવના બે અધિકરણ છે – જીવ અને
૧ દ્રવ્યસંગ્રહ ગાથા ૧
Page #66
--------------------------------------------------------------------------
________________
તત્વવ્યવસ્થામાં દ્રષ્ટિનો વિષય
આ બે ભેદ ન
અજીવ. એટલે કે આસવના દ્રવ્યાસવ અને ભાવાસવ કરતાં જીવાસવ અને અજવાસવ એ બે ભેદ કર્યાં. એવી જ રીતે બંધાદિકના પણ જીવ બંધ, અજીવ બંધ, જીવ સંવર, અજીવ સંવર, જીવનિર્જરા, અજીવનિર્જરા, જીવમોક્ષ, અજીવમોક્ષ – એવા ભેદ છે.
-
-
૫૦
જો ઉપર્યુકત આસ્રવાદિને જીવ અથવા અજીવમાં સામેલ કરવા હોય, તો જીવામ્રવને જીવમાં, અજીવામ્રવને અજીવમાં, જીવબંધને જીવમાં, અજીવબંધને અજીવમાં – એ પ્રમાણે સામેલ કરી શકીશું. દ્રવ્યોની જેમ તત્ત્વોને આપણે ભેદ કર્યા વિના જીવ કે અજીવમાં સામેલ નહીં કરી શકીએ.
તત્ત્વવ્યવસ્થામાં સાત તત્ત્વો આ માટે બની ગયા, કારણ કે આસવાદિક પર્યાયોમાંથી જીવની પર્યાયોને જીવમાં સામેલ કરવી જોઈએ અને અજીવની પર્યાયોને અજીવમાં સામેલ કરવી જોઈએ; પરંતુ આ આસવાદિક પર્યાયો પર્યાયાર્થિકનયનો વિષય છે, દ્રવ્યાર્થિકનયનો વિષય નથી, આથી દ્રવ્યાર્થિકનયના વિષયને અલગ કરવા માટે આ પર્યાયોને અલગ રાખવી જોઈએ, તે કારણે આસ્રવાદિક પર્યાયોને જીવ-અજીવમાં સામેલ કરતાં તત્ત્વવ્યવસ્થામાં આસવાદિકતત્ત્વોને અલગ જ રાખ્યાં.
જો આસવાદિકના જીવાસવ, અજીવાસવ-એવા ભેદ કરીને જીવ અને અજીવમાં સામેલ કરીએ; તો તે જીવ દ્રષ્ટિનો વિષયભૂત જીવ નહીં રહે, જેના આશ્રયે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે; કારણ કે જીવામ્રવાદિને જીવમાં સામેલ કરવાથી રાગ અને મિથ્યાત્વ પણ સામેલ થાય છે, પર્યાય પણ સામેલ થાય છે. દ્રષ્ટિના વિષયભૂત જીવમાંથી આ બધાંને અલગ રાખવા માટે આસવાદિકને જીવ અને અજીવથી ભિન્ન તત્ત્વો કહેવામાં આવ્યાં. આ રીતે દ્રષ્ટિનો વિષયભૂત જીવ, બધાં અજીવ તેમજ આસવાદિકથી પણ ભિન્ન છે. જો જીવને માત્ર અજીવથી જ ભિન્ન કહીએ
Page #67
--------------------------------------------------------------------------
________________
દ્રષ્ટિનો વિષય
૫૮
તો અજીવમાં તો ફક્ત દ્રવ્યાસવાદિક જ સામેલ છે, ભાવાસવાદિક નહીં, આથી દ્રષ્ટિના વિષયભૂત દ્રવ્યમાંથી ભાવાસવાદિકને પણ કાઢી નાખવા માટે તેને આસવાદિકથી ભિન્ન કહ્યો છે. દ્રષ્ટિનું વિષયભૂત દ્રવ્ય તો ભાવમોક્ષ અર્થાત્ મોક્ષની પર્યાયથી પણ ભિન્ન છે, તેથી મોક્ષને પણ જીવમાં સામેલ કર્યો નથી.
જે અજીવ અને આસવાદિક - એ બધાંથી ભિન્ન છે - એવા જીવને દ્રષ્ટિનો વિષય બનાવવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થશે. અરે ભાઈ ! વસ્તુસ્વરૂપના પ્રતિપાદન માટે દ્રવ્યવ્યવસ્થા છે અને આત્મકલ્યાણ માટે તત્ત્વવ્યવસ્થા છે. આ તત્ત્વચર્ચા અધ્યાત્મનું અંગ છે અને દ્રવ્યચર્ચા સિદ્ધાંતનું અંગ છે. બધી પર્યાયોને તત્ત્વવ્યવસ્થામાં અલગ સ્થાન મળ્યું છે. તત્ત્વવ્યવસ્થામાં સાતેય તત્ત્વોના અલગ-અલગ હોવાને આપણે આ ઉદાહરણથી સારી રીતે સમજી શકીએ છીએ :
અમેરીકામાં જો એક પરિવારમાં મિયા-બીબી સહિત તેમના બે બાળકો રહેતા હોય, તો તેમના મકાનમાં ઓછામાં ઓછા પાંચ બેડરૂમ હોય છે. એક કે બે વર્ષના બાળકોના પણ અલગ બેડરૂમ હોય છે. ત્યાં ચાર વર્ષના છોકરાનો અલગ રૂમ હોય છે અને છ વર્ષના છોકરાનો અલગ રૂમ હોય છે. જો તેઓ એક બીજાના રૂમમાં જાય છે તો પૂછીને જાય છે અને બીજાના રૂમમાં કોઈના સામાનને અડતાં પણ નથી. જો બે વર્ષનું બાળક પણ પોતાના મા-બાપના રૂમમાં જશે, તો પૂછીને જશે અર્થાત્ બારણું ખખડાવીને જશે. ત્યાંના બાળકોને આ વાતની ટ્રેનીંગ આપવામાં આવે છે.પરંતુ તે બાળકને તેના મમ્મી-પપ્પા પોતાની રૂમમાં આવવાની મનાઈ ત્યારે કરી શકે છે કે જ્યારે તેને તેનો પોતાનો રૂમ અને બધી વ્યવસ્થા આપવામાં આવે. જો તેના રૂમમાં બધી સુખ-સુવિધાઓ ન હોય, તો તેના મમ્મી-પપ્પા ન તો તેમના રૂમમાં આવવાની મના કરી શકે
Page #68
--------------------------------------------------------------------------
________________
તત્વવ્યવસ્થામાં દ્રષ્ટિનો વિષય
છે અન ન તો તેને કહી શકે છે કે જ્યારે પણ આવ, ત્યારે પૂછીને આવ. તે બાળક તો પોતાના મમ્મી-પપ્પાના રૂમમાં જશે જ.
ve
જ
તે જ રીતે હું એમ કહું છું કે તત્ત્વવ્યવસ્થામાં જ્યારે પર્યાયોને અર્થાત્ આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષને અલગ-અલગ તત્ત્વ કહીને જીવ અને અજીવથી અલગ કરી દીધાં છે તો પછી તેઓ જીવ અને અજીવમાં શાથી સામેલ થશે ?
દ્રવ્યવ્યવસ્થામાં તો તેઓ (આસવાદિક પર્યાયો) જીવ અને અજીવમાં સામેલ થશે; કારણ કે ત્યાં તેમની કોઈ અલગ વ્યવસ્થા નથી; પરંતુ તત્ત્વવ્યવસ્થામાં તેમની જીવ-અજીવમાં સામેલ થવાની કોઈ સમસ્યા જ નથી; કારણ કે તેમને પૃથક્ તત્ત્વ બનાવી દીધાં છે. આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ – એમાં જીવની બધી પર્યાયો સામેલ છે. નિગોદથી લઇને મોક્ષ સુધીની જીવની સમસ્ત વિકારી તથા અવિકારી પર્યાયો આ આસવાદિક તત્ત્વોમાં સામેલ છે. આ આસવાદિક સિવાય જીવની એવી કોઈ પણ પર્યાય નથી, જેને આપણે જીવમાં સામેલ કરવા માંગીએ. કહેવાનું તાત્પર્ય એ છે કે સમસ્ત વિકારી અને અવિકારી પર્યાયો આસવાદિક પાંચ તત્ત્વોમાં જ સામેલ છે, જીવમાં સામેલ નથી. સમસ્ત વિકારી અને અવિકારી પર્યાયોથી રહિત જીવતત્ત્વ જ દ્રવ્યદ્રષ્ટિનો વિષય છે. આ જ સંપૂર્ણ કથનનો સાર છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨
ઉપસંહાર
વસ્તુ તો જેવી ભેદાભેદસ્વરૂપ છે, તેવી ને તેવી જ રહેશે. વસ્તુમાં કાંઈ કરવાનું નથી. આ જે બધી કમાલ છે તે તારી દ્રષ્ટિની કમાલ છે;- ભાઈ સાહેબ !
એક વસ્તુમાંથી કોને આપણે દૃષ્ટિમાં રાખીએ અને કોને ન રાખીએ એ કલા અજાણપણે જાણીએ જ છીએ. આ માટે હું સતિ ' સીતાજીનું ઉદાહરણ આપું છું.
સીતાજી જનકના પુત્રી હતા, લવ-કુશના માતાજી હતા, ભામંડલના બહેન હતા અને રામના પત્ની હતા. હવે હું આપને પૂછવા માંગુ છું કે સીતાજી માતા હતા કે પુત્રી, બહેન હતા કે પત્ની ? આપ કહી શકો છો તે કોણ હતા ?
આ ચારેય વસ્તુઓ (માતાપણું, પુત્રીપણું, બહેનપણું અને પત્નીપણું) સીતાજીમાં ફૂટીફૂટીને ભરી હતી. હવે જો સીતાજી જેવી જ કોઈ મહિલાને તેના પિતા, પુત્ર, ભાઈ અને પતિ સમક્ષ લાવવામાં આવે અને તેને કહેવામાં આવે કે આ ચારમાંથી એકને ગોળીથી ઉડાવી દેવામાં આવશે, બોલો તમે કહો કે કોને ગોળી મારૂં ? અથવા તેને એમ કહેવામાં
Page #70
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
- ૬૧
આવે કે હું એકથી પાંચ સુધી બોલું એટલી વારમાં જ નહિ બતાવે તો ચારેયને ગોળીથી મારી નાખીશ. . જો તે મહિલા એમ કહે કે પુત્રને મારો તો તે માતા નથી, જો એમ કહે કે પિતાને મારો તો તે પુત્રી નથી, જે એમ કહે કે ભાઈને મારો તો તે બહેન નથી અને જો એમ કહે કે પતિને મારો તો તે પત્ની નથી. પરંતુ તે મહિલા તો એમ જ કહેશે કે તું મને મારી નાખ, કારણ કે તે માતા પણ છે, પુત્રી પણ છે, બહેન પણ છે અને પત્ની પણ છે. આ ચારેય ગુણો તેનામાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. તે ગુણો તેનામાંથી કાઢી. શકાય તેમ નથી.
પરંતુ તે ચારેય વ્યક્તિઓમાંથી જે પતિ છે તે તો તેને પત્નીના રૂપમાં જ જુએ છે, માતા, પુત્રી કે બહેનના રૂપમાં નહિ. જોકે તે વ્યક્તિ તેના જ્ઞાનમાં જાણે છે કે આ માતા પણ છે, પુત્રી પણ છે અને બહેન પણ છે; પરંતુ તેની દ્રષ્ટિમાં તો તે ફક્ત પત્ની જ છે. તેવી જ રીતે ભાઈની દ્રષ્ટિમાં તો તે ફક્ત બહેન જ છે, પુત્રની દ્રષ્ટિમાં તો તે ફક્ત માતા જ છે અને પિતાની દ્રષ્ટિમાં તો તે ફક્ત પુત્રી જ છે.
તો આ ચારેય વ્યક્તિઓની દ્રષ્ટિની કમાલ છે કે બાકીના ત્રણ ગુણોને તેઓએ દ્રષ્ટિમાંથી કાઢી નાખ્યાં છે. ભલે તેમનું જ્ઞાન બધું જાણે છે, પરંતુ દ્રષ્ટિને તો ફક્ત એક જ વાત દેખાય છે - અને એ જ દ્રષ્ટિની કમાલ છે.
- જ્ઞાનમાં કથંચિત હોય છે, તે બન્નેને જાણે છે, પરંતુ શ્રદ્ધા ફક્ત એકને જ સ્વીકારે છે. તેથી મારી દ્રષ્ટિમાં આ આત્મા તે મારો છે, હું જ તે છું, બીજા કોઈનો તે નથી, હું બીજા કોઈનો થઈ શકતો નથી – એમ સમજવું તે જ દ્રષ્ટિના વિષયની સમજ છે અને તેના આશ્રયથી જ ધર્મ થાય છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૨.
- દ્રષ્ટિનો વિષય • નિશ્ચયરત્નત્રયની ઉત્પત્તિ, વૃદ્ધિ અને પૂર્ણતાનો એકમાત્ર આધાર દ્રષ્ટિનો વિષયભૂત આ ભગવાન આત્મા જ છે. આથી તેને જરૂર જાણો; તેમાં જ સાર છે, બાકી બધો સંસાર છે.
આ વિષયને સમજવા માટે ચિત્તની એકાગ્રતાની અત્યંત આવશ્યક્તા છે, તેને માટે ચિત્તનો અન્વય આવશ્યક છે. જો ચિત્ત વ્યતિરેકોમાં રોકાયેલું હશે, તો આ વિષય સમજમાં આવશે નહીં. - પૂ. ગુરૂદેવશ્રીની પણ એક પ્રતિજ્ઞા હતી કે ભલે કોઈ પણ કાર્યક્રમ હો, ચાહે પંચકલ્યાણક હો કે વિધાન; તેઓશ્રીના બે પ્રવચનોનો સમય નિશ્ચિત રહેતો હતો અને તે પ્રવચનોમાં કોઈની પણ ગેરહાજરી તેમને
સ્વીકાર્ય નહોતી. સૌધર્મ ઈન્દ્ર, ભગવાનના માતા-પિતા, અધ્યક્ષ, મંત્રીબધાની હાજરી પ્રવચનની શરૂઆત પહેલાં પાંચ મિનિટે આવશ્યક હતી.
પૂ. ગુરુદેવશ્રીનો આ નિયમ એ માટે હતો કે પંચકલ્યાણકના બધા કાર્યક્રમો પ્રવચન માટે જ છે. પંચકલ્યાણક માટે પ્રવચન નહીં પરંતુ પ્રવચન માટે પંચકલ્યાણક છે. પંચકલ્યાણકમાં ભગવાનની દિવ્યધ્વનિ દેશનાલબ્ધિમાં નિમિત્ત થાય છે, ઐરાવત હાથી આદિ આત્મદર્શનમાં નિમિત્ત થતા નથી.
- વરરાજા માટે જાન છે કે જાન માટે વરરાજા ? અરે ભાઈ! વરરાજા માટે જાન છે. તેવી જ રીતે તત્ત્વજ્ઞાનમાં આત્મકલ્યાણની ભાવના પ્રમુખ રહે છે. જ્યારે આપણા ચિત્તમાં તત્ત્વજ્ઞાનનો એવો મહિમા આવશે, ત્યારે જ દ્રષ્ટિનો વિષય આપણી સમજમાં આવશે, અન્યથા નહીં.
• આ વાતને સંતુલિત શબ્દોમાં વ્યક્ત કરવી તે ઘણું જ કઠણ કામ છે આ જે પૂ. ગુરુદેવશ્રીનું અસલી તત્ત્વજ્ઞાન છે, તેના ઉપર એક વાર મંથન કરીને પુસ્તકરૂપે લખવામાં આવે – એવી મારી ભાવના
Page #72
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
છે, પરંતુ આ વાત માત્ર પુસ્તકોમાં લખાઈ જવાથી કાયમ નહીં રહે, આ વાત તો મગજમાં લખાઈ જવી જોઈએ; તેથી મારી પાસે મહાવિદ્યાલયના જે બસો વિદ્યાર્થીઓ પ્રવક્તા છે, તેમના મગજમાં આ વાત રહેવાથી અન્ય લોકો સુધી પણ પહોંચશે. પ્રવક્તાઓના મગજમાં આ વાતને લખવાથી તે અધિક કાળ સુધી ટકી રહે એવી સંભાવના છે.
૬૩
•
ઉક્ત સંપૂર્ણ વિવેચનથી આ વાત સ્પષ્ટ રીતે સામે આવે છે કે દ્રષ્ટિના વિષયભૂત ભગવાન આત્મામાં પર્યાયાર્થિકનયની વિષયભૂત બધી પર્યાયોમાંથી કોઈ પણ પર્યાય સામેલ નથી. ધ્યાન રહે, પર્યાયાર્થિકનયના વિષયમાં ગુણભેદ, પ્રદેશભેદ અને કાળભેદ–બધા આવી જાય છે અને પર્યાયોની અનુસ્મૃતિથી રચિત પ્રવાહ આવતો નથી. આ સર્વે પર્યાયોથી પાર ભગવાન આત્માના આશ્રયથી સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ નિર્મળ પર્યાયોની ઉત્પત્તિ થાય છે, મોક્ષમાર્ગનો પ્રારંભ થાય છે, મોક્ષ થાય છે. પર્યાયોથી પાર આ જ ભગવાન આત્મામાં પોતાપણું સ્થાપિત થવાનું નામ સમ્યગ્દર્શન, તેને જ પોતાપણે જાણવાનું નામ સભ્યજ્ઞાન અને એમાં જ જામી જવાનું રમણ કરવાનું નામ સમ્યક્ચારિત્ર છે, બાકી બધો ઉપચાર છે.
સૌ ભવ્યાત્મા દ્રષ્ટિના વિષયભૂત ભગવાન આત્માને જાણીને, સમજીને; તેમાં જ રમણ કરીને – લીન થઈને પર્યાયમાં પરમાત્મપદ પ્રાપ્ત
કરીને સુખી થાઓ – એ ભાવના સાથે વિરામ લઉં છું.
-
Page #73
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩
જ્ઞાનગોષ્ટિ
૧. પ્રશ્ન:- પ્રદેશોના નિશ્ચિત વિસ્તારક્રમની વાત અમે પહેલાં કદી સાંભળી નહોતી. પ્રવચનસાર સિવાય કોઈ બીજા ગ્રંથમાં આ વાત છે ? વિસ્તારક્રમ વિષે વધુ સ્પષ્ટીકરણ કરવા વિનંતી છે.
ઉત્તર:- પ્રવચનસાર એવો મહત્વપૂર્ણ ગ્રંથ છે કે જો આ વાત એકલા પ્રવચનસારમાં જ હોય તો તે આખા જિનાગમ માટે પર્યાપ્ત છે. એ કોઈ સાધારણ ગ્રંથ નથી. એ તો એવા આચાર્યનો ગ્રંથ છે કે જેનાથી બીજા આચાર્યો પ્રમાણિત થાય છે. માટે આ વાત બીજા ગ્રંથોમાં ન પણ હોય તોપણ તેમાં કોઈ સમસ્યા નથી.
પરંતુ આ વાત કયાં નથી ? દરેક ગ્રંથમાં છે. આત્માના અસંખ્ય પ્રદેશો હોય છે એ વાત દરેક ગ્રંથમાં નથી ? કરણાનુયોગમાં નથી આવતું કે જ્યારે કેવળી સમુદ્દાત થાય છે ત્યારે આત્માના પ્રદેશો બહાર નીકળીને લોકાકાશપૂરણ થઈ જાય છે. લોકાકાશના દરેક પ્રદેશ પર આત્માનો એક એક પ્રદેશ ખચિત થઈ જાય છે. ત્યારે શું બે પ્રદેશો વચ્ચે જગ્યા રહે છે ? એક પ્રદેશ પછી બીજો પ્રદેશ હોય છે તે સિદ્ધ કરે છે કે કયો પ્રદેશ કયા પ્રદેશ પછી હોય એ વાત નક્કી છે.
ગુણોના નામો જુદા જુદા હોય છે અને દરેક ગુણનું કાર્ય જુદું જુદું હોય છે, જ્યારે પ્રદેશોના નામ જુદા જુદા હોતા નથી, અને દરેક
Page #74
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનગોષ્ટિ
-૦૬૫ પ્રદેશનું કાર્ય જુદું જુદું હોતું નથી. આથી પ્રદેશો પકડમાં આવતા નથી. પરંતુ હું આપને પૂછવા માંગુ છું કે પ્રદેશોનો જે વિસ્તાર છે તેમાં કયા પ્રદેશ પછી કયો પ્રદેશ છે, આકાશના કયા પ્રદેશમાં આત્માનો કયો પ્રદેશ હશે – એ નક્કી નહીં હોય ? વિસ્તારમાં કોઈ ક્રમ નહીં હોય?
જેમ પ્રદેશોમાં ક્રમ છે તેમ પર્યાયોમાં પણ ક્રમ છે. પ્રદેશોનો ક્રમસર વિસ્તાર જલદી ખ્યાલમાં આવી શકે છે, કારણ કે તે વિસ્તાર એક સાથે છે; જ્યારે પર્યાયો એક પછી એક થાય છે તેથી તેમનો ક્રમ જલદી ખ્યાલમાં આવતો નથી. માટે પ્રદેશ ક્રમના ઉદાહરણથી પર્યાયના ક્રમના સિદ્ધાંતને આચાર્યશ્રીએ સમજાવ્યો છે.
ત્રણ કાળના જેટલા સમય છે, આત્માના ગુણોની તેટલી જ પર્યાયો છે. જેવી રીતે આકાશના એક પ્રદેશમાં આત્માનો એક પ્રદેશ ખચિત છે, તેવી જ રીતે ત્રણ કાળના એક એક સમયમાં આત્માની એક એક પર્યાય ખચિત છે. તેથી જો વચ્ચેથી એક પર્યાયને બહાર કાઢીશું - એટલે કે જો પર્યાયના ક્રમમાં ફેરફાર કરવા જઈશું - તો કાળના બે ટૂકડા થઈ જશે.
દરેક પુદ્ગલનો પરમાણુ ષટ્કોણમય હોય છે. તેથી બે પરમાણુઓ વચ્ચે જગ્યા હોતી નથી. જે પરમાણુ ગોળ લખોટી જેવા હોત તો બે પરમાણુઓ વચ્ચે જગ્યા રહેત. તેવી જ રીતે આકાશના તેમજ આત્માના પ્રદેશો પણ પકોણમય (છ બાજુઓવાળા) હોય છે તેથી આકાશના બે પ્રદેશો વચ્ચે તેમજ આત્માના બે પ્રદેશો વચ્ચે જગ્યા રહેતી નથી.
આત્માના વચ્ચેના આઠ પ્રદેશોને રૂચક પ્રદેશો કહે છે. તેમને છોડીને બાકીના બધા પ્રદેશો નિરંતર એક સ્થાનથી બીજા સ્થાને ફરતા રહે છે, ત્યારે પણ તે પ્રદેશોનો આગળ પાછળનો ક્રમ તૂટતો નથી; તેઓ એના એ જ નિશ્ચિત ક્રમમાં રહીને જ ફર્યા કરે છે. આ વાત ધવલમાં લખી છે. એમાં લખ્યું છે કે ચક્ષુઈન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ તો
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૬
દ્રષ્ટિનો વિષય આત્માના બધા પ્રદેશોમાં છે, તો પછી આપણને હાથથી કે પગથી દેખાતું કેમ નથી? એનું કારણ એમ સમજાવ્યું છે કે જ્યારે તે પ્રદેશો આંખની પાસે આવે ત્યારે દેખાય છે, પરંતુ બીજી જગ્યાએ હોય ત્યારે દેખાતું નથી. - રૂચક પ્રદેશો આઠ જ કેમ? આત્માના અસંખ્યાત પ્રદેશો બધી બાજુએથી સમસંખ્યા (બેકી સંખ્યા – even numbers) માં છે. તેથી દરેક બાજુએથી તેમની મધ્યમાં બે પ્રદેશો હોય છે, એક નહિ. જેમ આ ચાર આંગળીની વચ્ચેની આંગળીઓ બે છે, એક નહિ. આ આઠ રૂચક પ્રદેશો પણ ફરે તો છે પરંતુ તેઓ તેમની પોતાની જગ્યાએ જ ફરે છે. તેઓ સ્થાનાંતર કરતા નહિ હોવાથી તેઓ ફરતા નથી એમ કહેવામાં આવે છે. જે રૂચક પ્રદેશો ફરતા જ ન હોત તો આત્માના પ્રદેશો તૂટી જાય.
- ૨. પ્રશ્ન- ક્ષયોપશમની પર્યાયને પણ જો આપણે પોતાની નહીં માનીએ, તો ધ્યાન શેમાં થશે ?
ઉત્તર:- સમયસારમાં એક ગાથા આવે છે કે “ધર્માદિ તે મારાં નથી, ઉપયોગ કેવળ એક હું (ગાથા ૩૭) ત્યાં ટીકામાં એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે એવું કોણ છે કે જે ધર્મદ્રવ્ય મારું છે એમ માને છે ? કોણ એમાં પોતાપણું સ્થાપિત કરે છે ? ધર્મદ્રવ્યનો ર્તા-ભોક્તા કોણ બને છે ? (કોઈ નહીં). તો પછી એમ કહેવાની શી જરૂર છે કે ધર્મદ્રવ્ય તે હું નથી ? - ત્યાં આચાર્યશ્રીએ એમ જવાબ આપ્યો છે કે ધર્મદ્રવ્ય સંબંધી જે વિકલ્પ થાય છે તે મારો છે એમ જે માને છે તેણે ધર્મદ્રવ્યમાં એકત્વબુદ્ધિ કરી છે એમ કહેવામાં આવે છે. આપણા ક્ષયોપશમ જ્ઞાને ધર્મદ્રવ્યને જાણ્યું - એ જ્ઞાનને આપણે પોતાનું માન્યું, તો એક અપેક્ષાએ - પરોક્ષપણે – આપણે ધર્મદ્રવ્યને પોતાનું માન્યું.
આપનો પ્રશ્ન એ છે કે જાણવાનું કામ તો ક્ષયોપશમ જ્ઞાનની
Page #76
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનગોષ્ટિ
જ ૧૭
પર્યાય કરે છે, તેનો જે દ્રષ્ટિના વિષયમાં નિષેધ કરવામાં આવશે તો એ જ્ઞાનપર્યાય. આત્માને જાણશે કેવી રીતે ? તેની વિરૂદ્ધમાં હું એ કહેવા માંગુ છું કે જે તમે ક્ષયોપશમ જ્ઞાનની પર્યાયને પણ દ્રષ્ટિના વિષયમાં સામેલ કરી દેશો તો પછી જાણશે કોણ ?
દ્રષ્ટિનો વિષય એટલે જ્ઞાનનો વિષય, આપણે દુનિયાને બે ભાગોમાં વહેંચવાની છે. એક જાણનાર અને બીજો જાણવામાં આવનાર તેમાં પર્યાય જાણવાવાળી છે અને દ્રવ્ય જાણવામાં આવવાવાળું છે. જો પર્યાયને જ દ્રવ્યમાં સામેલ કરી દઈશું તો પછી જાણશે કોણ ?
જો દરેક બારાતી (વરપક્ષવાળા)ને આપણે ઘરાતી (કન્યાપક્ષવાળા)માં સામેલ કરી દઈશું તો બરાત (વરઘોડો) કેવી રીતે આવશે ?
દ્રષ્ટિ તો એ છે કે જે સ્વયં દ્રષ્ટિના વિષયમાં સામેલ નથી. જો તે પણ સામેલ થઈ જશે તો વિષય અને વિષયીનો ભેદ કેવી રીતે રહેશે? તેથી વિષય-વિષયીનો ભેદ રાખવા માટે એ જ્ઞાન પર્યાયને બિલકુલ અલગ રહેવાનું છે. '
" દ્રષ્ટિ શબ્દનો એક પ્રયોગ થાય છે ‘શ્રદ્ધા'ના અર્થમાં અને તેનો બીજો અર્થ થાય છે “આ નયની અપેક્ષાએ. જેમકે માતાની અપેક્ષાએ આ પુત્ર છે. આમ દ્રષ્ટિ શબ્દનો અર્થ અપેક્ષા પણ થાય છે.
અહીં કહે છે કે જે પોતાપણું સ્થાપિત કરવા લાયક પદાર્થ છે, તે દ્રષ્ટિનો વિષય છે. જો આપના કહેવાથી ક્ષયોપશમજ્ઞાનની પર્યાયને દ્રષ્ટિના વિષયમાં સામેલ કરી દઈએ તો એક સમય પછી તો એ નષ્ટ થઈ જવાથી આગલે સમયે દ્રષ્ટિ નિરાશ્રય થઈ જશે. આથી દ્રષ્ટિ કદી નિરાશ્રય ન હો, તે માટે એ જરૂરી છે કે જે નષ્ટ થવાવાળું છે તેમાં પોતાપણું ન સ્થાપિત કરવામાં આવે. લૌકિકમાં પણ કહે
Page #77
--------------------------------------------------------------------------
________________
‘ ૬૮
- દ્રષ્ટિનો વિષય છે ને કે પરદેસીસે પ્રીત દુઃખ કા હી કારણ હોતી હૈ - કેમ કે પરદેશી તો ચાલ્યો જવાવાળો છે.
આપ જાણતા જ હશો કે સૌથી વધુ દુઃખ નિગોદના જીવોને હોય છે, કારણ કે એક શ્વાસમાં અઢાર વખત તેમને મરણનું દુઃખ ભોગવવું પડે છે. તેવી જ રીતે એક સમયની પર્યાયમાં પોતાપણું સ્થાપનારને પણ સમયે સમયે મરણનું દુઃખ થાય છે. પ્રતિક્ષણે નાશ પામતી પર્યાયને આથી દ્રષ્ટિના વિષયમાં સામેલ કરવાની મનાઈ છે.
- ભાઈસાહેબ ! આ કારણે ક્ષયોપશમ જ્ઞાનની પર્યાયને દ્રષ્ટિના વિષયમાં સામેલ કરવામાં આવતી નથી.
૩. પ્રશ્ન- પરમશુનિશ્ચયનયના વિષય અને દ્રષ્ટિના વિષયમાં શું ફરક છે ? - ઉત્તર- કાંઈ જ ફરક નથી. શ્રદ્ધા અપેક્ષાએ જેને દ્રષ્ટિનો વિષય કહે છે, તેને જ્ઞાનની અપેક્ષાએ પરમશુદ્ધ નિશ્ચયનયનો વિષય કહે છે અને ચારિત્રની અપેક્ષાએ તેને ધ્યાનનું ધ્યેય કહે છે. આ રીતે આ ત્રણ જુદા જુદા નામો ત્રણ જુદા જુદા ગુણની અપેક્ષાથી જેવાને કારણે પડ્યા છે, પરંતુ વસ્તુ તો તેની તે જ છે.
૪. પ્રશ્ન- સમ્યગ્દર્શન અને આત્માનુભૂતિમાં શું ફરક છે ?
ઉત્તર:- સમ્યગ્દર્શન તે શ્રદ્ધાગુણની પર્યાયનું નામ છે. અનુભૂતિ તે આત્મસન્મુખ થયેલા અનંત ગુણોની મિશ્રપર્યાયનું નામ છે.
સમ્યગ્દર્શનની ઉત્પત્તિ અનુભૂતિના કાળમાં થાય છે. વિના અનુભૂતિ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થતી નથી. તેથી આપણને ભ્રમ થાય છે કે તે બન્ને એક જ ચીજ છે. બન્ને પ્રાપ્ત કરવાનો ઉપાય પણ એક જ હોવાથી આ ભ્રમ થાય છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનગોષ્ટિ
0 ૬૯
ફરક એટલો છે કે ભલે સમ્યગ્દર્શનની ઉત્પત્તિ અનુભૂતિ વિના થતી નથી, પરંતુ સમ્યગ્દર્શનની સત્તા અનુભૂતિ વિના પણ હોય છે. જો તે બન્ને એક જ હોત તો અનુભૂતિ નષ્ટ થતાં સમ્યગ્દર્શન પણ નષ્ટ થઈ જાત.
અનુભૂતિના કાળમાં જ્ઞાનગુણે જાણ્યું હતું કે આ આત્મા તે હું છું. તે જ સમયે શ્રદ્ધાળુણે આત્મામાં પોતાપણું સ્થાપ્યું હતું અને ચારિત્રગુણે તેનું ધ્યાન કર્યું હતું; અતીન્દ્રિય આનંદની કણિકા જાગી હતી, વીર્યગુણ ફુરાયમાન થયો હતો. આવા અનંત ગુણોના પરિણમના mixtureનું નામ છે અનુભૂતિ.
અનુભૂતિના કાળ પછી જ્ઞાનગુણ સ્વની બહાર નીકળીને ધંધાદિમાં રોકાઈ ગયો, ધ્યાન પણ ભંગ થઈને બહારની તરફ ચાલ્યું ગયું પરંતુ શ્રદ્ધાળુણ હજુ ત્યાં જ જામેલો રહે છે. “આ હું છું – એમ જે અનુભૂતિના કાળમાં માનેલું તે હજુ પણ તેમજ રહેલું છે. માટે તેને ૯૬,૦૦૦ રાણીઓના સંગમાં પણ સમ્યગ્દર્શન ચાલુ જ રહે છે. શ્રદ્ધાગુણનું પરિવર્તન જે થયું હતું, નિજ ભગવાન આત્મામાં જે એકપણું સ્થાપેલું તે અનુભૂતિના કાળ બાદ પણ એવું ને એવું કાયમ રહ્યું છે દુનિયાની કોઈ તાકાત તેનો નાશ કરી શકતી નથી. આવે સમયે જ્ઞાનગુણ ભલે બહાર આવી ગયો હોય, તેમ છતાં તેનો એક અંશ ભગવાન આત્માને લબ્ધિરૂપે પ્રગટપણે જાણી રહ્યો છે. તેનું નામ સમ્યજ્ઞાન છે. તે જાણે છે કે આ હું છું. વળી, અનુભૂતિના કાળમાં અનંતાનુબંધીનો જે અભાવ થયો હતો, તે હજુપણ કાયમ છે; તેથી સમ્યગ્વારિત્ર પણ કાયમ છે.
આમ આત્માનુભૂતિ ન હોવા છતાં પણ સમ્યદ્રષ્ટિને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેય કાયમ રહે છે, તેમનું અસ્તિત્વ અનુભૂતિ . વિના પણ રહી શકે છે.
આ હું છું એવો જે અનુભવ પહેલી વાર અનુભૂતિના કાળમાં
Page #79
--------------------------------------------------------------------------
________________
દ્રષ્ટિનો વિષય
થયો, ત્રિકાળીમાં જે અહંપણું આવ્યું તે અહંપણાનો અનુભવ ત્યાર બાદ ચોવીસે કલાક રહે છે.
૫. પ્રશ્ન- દ્રષ્ટિના વિષય સંબંધી આ બધું જાણવાથી વિકલ્પની ઉત્પત્તિ થાય છે અને તેથી અનુભવ થતો નથી ?
ઉત્તર:- અરે ભાઈ સાહેબ ! પહેલાં વિકલ્પની ઉત્પત્તિ થશે, પછી વિકલ્પનો અભાવ થશે ત્યારે અનુભવ થશે. તત્સંબંધી વિકલ્પની ઉત્પત્તિ થયા વગર વિકલ્પનો અભાવ થતાં અનુભવ થતો નથી. નહિ તો જે આત્મા સંબંધી વિકલ્પ આજ સુધી નહોતો તો તમે મોક્ષ સુધી કેમ ન પહોંચી ગયા ?
બોલો, હું તમને એક પ્રશ્ન પૂછું છું કે સાબુ લગાડવાથી કપડું સાફ થાય છે કે સાબુ ધોવાથી કપડું સાફ થાય છે ? જો લગાડવાથી સાફ થાય છે તો લગાડેલો જ રહેવા દો, ધોવો છો શા માટે ? અને જો ધોવાથી સાફ થાય છે તો લગાડો છો શા માટે ? શું સાબુ મફતમાં આવે છે ?
ભાઈસાહેબ ! ન તો કપડું સાબુ લગાડવાથી સાફ થાય છે કે ન તો સાબુ ધોવાથી સાફ થાય છે. કપડું તો સાબુ લગાડીને ધોવાથી સાફ થાય છે.
તેવી જ રીતે ન તો વિકલ્પથી આત્માનું કલ્યાણ થાય છે, કે ન તો વિકલ્પ વિના આત્માનું કલ્યાણ થાય છે; પરંતુ આત્મા સંબંધી વિકલ્પાત્મક જ્ઞાનમાં પહેલાં નિર્ણય કરીને પછી વિકલ્પનો નિષેધ કરતાં આત્માનો અનુભવ થાય છે. જ્યારે નિષેધ જ કરવાનો છે તો વિકલ્પ કરીએ જ નહિ, એમ નથી.
બોલો, આપણે નદી પાર કરવી છે તો હોડીમાં બેસવાથી નદી પાર થશે કે હોડીમાંથી ઉતરવાથી નદી પાર થશે ? અરે ભાઈ! ન તો
Page #80
--------------------------------------------------------------------------
________________
- ૭૧
જ્ઞાનગોષ્ટિ ૦ બેસવાથી પાર થાય છે, ન તો ઉતરવાથી પાર થાય છે; પરંતુ બેસીને ઉતરવાથી પાર થાય છે. જે નહિ જ બેસીશું તો આ પાર રહીશું અને જો નહિ ઉતરીશું તો નદીમાં જ રહીશું, નદી પાર નહિ થાય. માટે નદી પાર કરવી હોય તો હોડીમાં બેસવું પણ પડશે અને હોડીમાંથી ઉતરવું પણ પડશે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. હા, કયાં બેસવું અને
ક્યાં ઉતરવું એ બરાબર સમજી લેજો, નહિ તો અહીં બેસીને મઝધારમાં ઉતરી જશો ! આ પાર બેસવું અને પેલી પાર ઉતરવું એ બન્ને વાત હોડીમાં બેસતાં પહેલાં સમજવી પડશે, ઘણી સાવધાનીથી યાદ રાખવી પડશે.
દ્રષ્ટિના વિષયનો નિર્ણય આ જ રીતે પૂરી રીતે કરવો પડશે.
દ્રષ્ટિનો વિષય સમજવામાં લોકો ક્યાં ભૂલ કરે છે અને સમ્યગ્દર્શનથી કઈ રીતે વંચિત રહી જાય છે એ વિષે ચર્ચા -
૬. પ્રશ્ન- દ્રષ્ટિના વિષયમાં આપે ગુણો અને પ્રદેશોને તો રાખ્યાં, પરંતુ પર્યાયોને કાઢી નાખી – એ બરાબર ન થયું. જો પર્યાયોને કાઢી નાખવી હતી તો ગુણો અને પ્રદેશોને પણ કાઢવા જોઈતા હતા?
ઉત્તર:- આખા દેશમાં આ જ પ્રશ્ન કરવામાં આવે છે. દ્રષ્ટિ કા વિષય' પુસ્તકમાં પણ આ જ વાત અનેક વખત આવે છે કે શિષ્ય વારંવાર આ જ પ્રશ્ન કરે છે અને આચાર્યશ્રી એ જ જવાબ આપે છે. કે ભાઈ ! દ્રષ્ટિના વિષયમાંથી ગુણભેદને અને પ્રદેશભેદને કાઢ્યા છે, પરંતુ ગુણો અને પ્રદેશોને તો અભેદપણે રાખ્યા છે. તેવી જ રીતે પર્યાયોને નથી કાઢી, પરંતુ કાળભેદને કાઢ્યો છે.
“આ ભગવાન આત્મા પર્યાયથી પાર છે' - એમ કથન આવે છે. તેથી લોકોને એમ લાગે છે કે જુઓ ! તેમાં પ્રદેશોથી પાર છે એમ નથી લખ્યું, ગુણોથી પાર છે એમ નથી લખ્યું. આથી ભમ થાય છે
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૨
-
- દ્રષ્ટિનો વિષય કે ગુણો અને પ્રદેશોને રાખીને પર્યાયોને દ્રષ્ટિના વિષયમાંથી કાઢી નાખવામાં આવી છે.
ભાઈસાહેબ ! ગુણભેદ અને પર્યાયભેદ પર્યાયાર્થિકનયના વિષય છે, તેથી તેમનું નામ પર્યાય છે. આ સમજવા માટે દ્રવ્ય-ગુણ-પર્યાયની જૂની વ્યાખ્યા ભૂલવી પડશે અને શીખવું પડશે કે જે પર્યાયાર્થિકનયનો વિષય હોય તે બધાનું નામ પર્યાય છે અને જે દ્રવ્યાર્થિકનયનો વિષય હોય તે બધાનું નામ દ્રવ્ય છે.'
શ્લોકવાર્તિકની ટીકા શ્રી માણેકચંદજી કોટેએ લગભગ ૫૦ વર્ષ પહેલાં લખી છે. તેમાં એક પ્રશ્ન ઉઠાવ્યો છે કે દ્રવ્ય, ગુણ અને પર્યાય એમ ત્રણ છે તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ ફક્ત બે જ નયો શા માટે ? ત્રીજો એક ગુણાર્થિકનય પણ હોવો જોઈએ ? તેનો ઉત્તર એમાં એમ આપ્યો છે કે ગુણોનો ભેદ તે પર્યાયાર્થિકનયનો વિષય છે અને ગુણોનો અભેદ દ્રવ્યાર્થિકનયનો વિષય છે, આથી ત્રીજા ગુણાર્થિકનયની
જરૂર નથી.
દ્રવ્યાર્થિકનયના જે જે વિષય છે તેઓ દ્રષ્ટિના વિષયમાં સામેલ છે. આથી ગુણોનો અભેદ, પ્રદેશોનો અભેદ, કાળનો અભેદ – એ બધા દ્રષ્ટિના વિષયમાં સામેલ છે.
હવે જ્યારે લોકો એમ માને છે કે દ્રવ્ય અને ગુણને દ્રષ્ટિના વિષયમાં રાખી લીધાં અને પર્યાયોને કાઢી નાખી, ત્યારે તેઓ બે પ્રકારની ભૂલો કરે છે. ૧. પર્યાયને કાઢવાના નામ પર આપણે કાળની અખંડતાને પણ કાઢી
નાખી, એટલે કે અનુસ્મૃતિથી રચિત પ્રવાહને કાઢી નાખ્યો; માટે
દ્રવ્ય ખંડિત થઈ ગયું. ૨. જે ગુણભેદ અને પર્યાયભેદ પર્યાય હતા તેને દ્રષ્ટિના વિષયમાં
સામેલ કરી લીધા, માટે પર્યાય સામેલ થઈ ગઈ અને દ્રવ્યનો એક
Page #82
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનગોષ્ટિ
અંશ નીકળી ગયો; તેથી દ્રષ્ટિના વિષયમાં ગડબડ થઈ ગઈ.
પૂજ્ય ગુરુદેવને ૪૫-૪૫ વર્ષો સુધી સાંભળવા છતાં આપણને સમ્યગ્દર્શન કેમ થતું નથી ? તેનું કારણ ૯૯% લોકોની દ્રષ્ટિના વિષયને સમજવામાં ક્યાંક ભૂલ રહી જાય છે. તે ભૂલ એ છે કે પર્યાયને કાઢવાને બહાને લોકોએ કાળના અખંડને કાઢી નાખ્યો અને દ્રવ્યને નામે ગુણભેદ અને પ્રદેશભેદને દ્રષ્ટિના વિષયમાં ભેળવી દીધાં. ઉપયોગને સમેટીને અંદર લઈ જવાની ભૂલને કારણે નહિ, પરંતુ દ્રષ્ટિના વિષયને પૂર્ણત: સમજવાની ભૂલને કારણે સમ્યગ્દર્શન મેળવતાં અટક્યાં છે. જ્યાં સુધી વિકલ્પાત્મક નિર્ણય સાચો નથી ત્યાં સુધી પ્રાયોગ્યલબ્ધિ આવવાનો અવકાશ નથી, કરણલબ્ધિ આવવાનો અવકાશ નથી. હજી નિર્ધારણ તો શું પરંતુ ધારણ અને ગ્રહણ પણ બરાબર થયું નથી, ભલે કદાચિત શ્રવણ થયું હોય.
'
o
પરંતુ લોકો જ્યાં આવી સૂક્ષ્મ ભૂલ રહી જાય છે, તેને શોધવાને બદલે પદ્માસનમાં હાડકાં સીધા ન રહી શકવાથી સમ્યગ્દર્શન થતું નથી, તેમ માને છે ! ભૂલ થાય છે દ્રષ્ટિના વિષય ત્રિકાળી ધ્રુવને સમજવામાં અને શોધવામાં, જ્યારે શોધે છે કમરના હાડકામાં !
એક વખત આ નિર્ણય સાચો થઈ જાય અને નિર્ધારણ સુધી પહોંચી જાવ, તો રસનો પરિપાક થઈ જશે અને કરણલબ્ધિ સ્વયમેવ ચાલુ થઈ જશે, તેને કરવી નહિ પડે.
૭. પ્રશ્ન:- આત્માનુભૂતિ પહેલાં જે છેલ્લો વિકલ્પ હોય છે, તે શું આ દ્રષ્ટિના વિષય વિષેનો હોય છે ?
ઉત્તર:- નિશ્ચિતરૂપે તે સંબંધી જ હોય છે, એમાં શું શક છે ? કયા વિકલ્પ પછી આત્માનુભૂતિ થાય છે તે કાંઈ નક્કી નથી. જે અંદર જાય છે તે તો દ્રષ્ટિના જોરથી જાય છે,. વિકલ્પથી થોડો જાય છે ?
Page #83
--------------------------------------------------------------------------
________________
દ્રષ્ટિનો વિષય
પૃથવિતર્ક નામનું પહેલું શુકલધ્યાન આઠમા ગુણસ્થાને થાય છે. તેમાં અર્થસંક્રાન્તિ, વ્યંજનસંક્રાન્તિ અને યોગસંક્રાન્તિ થાય છે. અર્થસંક્રાન્તિનો અર્થ છે એક દ્રવ્ય પરથી બીજા દ્રવ્ય પર ઉપયોગનું જવું. વ્યંજનસંક્રાન્તિનો અર્થ છે એક પર્યાયથી બીજી પર્યાય પર્ ઉપયોગનું જવું. યોગસંક્રાન્તિનો અર્થ છે એક યોગ પરથી બીજા યોગ પર ઉપયોગનું જવું. આપણો આત્મા તો એક જ દ્રવ્ય છે, માટે ઉપયોગ બીજા દ્રવ્ય પર ગયો ને ? તેથી એક બાજુ જ્ઞાનનો ઉપયોગ પર દ્રવ્ય ઉપર છે અને આઠમું ગુણસ્થાન ચાલી રહ્યું છે. આમ ઉપયોગ બીજા ઉપર હોય ત્યારે પણ અંદર આત્માની અનુભૂતિમાં પહોંચી જાય છે – ફક્ત દ્રષ્ટિનું જોર હોવું જોઈએ. .
-
or
એક વખત તત્વનો નિર્ણય સાચો અને પાકો થઈ ગયો, પછી તત્સંબંધી વિકલ્પો તો ચાલતા રહે છે. તે વિકલ્પો અનિત્યતા વિષે, અશરણતા વિષે, એકત્વવિષે, અન્યત્વ વિષે, ત્રિકાળી ધ્રુવ વિષે કે આત્મા શુદ્ધ બુદ્ધ નિરંજન છે આદિ કોઈપણ વિષે હોઈ શકે છે, તેમાં શું છે ? જ્યારે આઠમા ગુણસ્થાને વિકલ્પ ચાલતા હોય છે ત્યાં પહેલા ગુણસ્થાનની શી વાત છે ?
૮. પ્રશ્ન:- અમે તો વ્યવહારનય તથા નિશ્વયનયના માધ્યમથી પરમશુદ્ધ નિશ્ચયનયના વિષયભૂત ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં એકાગ્રતાનો પ્રયત્ન કરી રહ્યા હતાં, ત્યાં તમે આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ— ભાવવાળી નવી વાત લઈ આવ્યાં ! એનાથી તો અમને વધારે વિકલ્પોની ઉત્પત્તિ થશે અને અમે આત્માનુભૂતિથી દૂર થઈ જઈશું. શું આ વાત જાણ્યા વિના સમ્યગ્દર્શન ન થઈ શકે ?
ઉત્તર:- હું તો કહું છું કે દ્રષ્ટિનો વિષય બરાબર રીતે સમજ્યા
Page #84
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનગોષ્ટિ
વગર કદી કોઈ નયાતીત થઈ શકતું જ નથી. નયાતીત થવા માટે આ દ્રષ્ટિનો વિષય સમજવો અત્યંત આવશ્યક છે.
પ
જેમ નિશ્વય અને વ્યવહાર એમ બે નય છે, તેમ બીજા બે નય પણ છે : દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. જે પરમશુદ્ઘનિશ્ચયનયનો વિષય છે તે જ પરમભાવગ્રાહી શુદ્વ દ્રવ્યાર્થિનયનો પણ વિષય છે. જેમ નિશ્વય-વ્યવહારના માધ્યમથી પરમશુદ્ઘનિશ્ચયનયના વિષયભૂત ભગવાન આત્મા સુધી પહોંચી શકાય છે, તેમ આ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયના માધ્યમથી પણ ભગવાન આત્મા સુધી પહોંચી શકાય છે. પહોંચવાની જગ્યા એક છે, એને બે પદ્ધતિઓના માધ્યમથી પહોંચાય છે.
નયાતીત–પક્ષાતીત થવાની પદ્ધતિ એ છે કે પહેલાં વિકલ્પાત્મક જ્ઞાનમાં એ વાતનો સાચો અને પાકો નિર્ણય થવો જોઈએ.. કપડું સાબુ લગાડીને ધોવાથી સાફ થાય છે. જો ધોવું જ હતું, તો સાબુ લગાડ્યો જ શા માટે ? અથવા હોડીમાંથી ઉતરવું જ હતું તો બેઠાં જ શા માટે? આ વાત બરાબર નથી.
જ
એવી જ રીતે નિર્વિકલ્પ થવું હોય તો વિકલ્પની ઉત્પત્તિ કરીએ જ શા માટે ? એ વાત બરાબર નથી. વિકલ્પની ઉત્પત્તિ કરવી જ પડશે. નયચક્રમાં પહેલાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે નયોની ભેદકલ્પનાથી તો વિકલ્પોની ઉત્પત્તિ થાય છે, અને પછી જવાબ આપ્યો છે કે આ જગતે અસત્ કલ્પનાઓ ઘણી કરી રાખી છે; એનો નિષેધ કરીને સત્ કલ્પનારૂપ નયોને કહીએ છીએ. જે ઉલટું સુલટું આપણે સમજી રાખ્યું છે, તે પહેલાં વિકલ્પાત્મક જ્ઞાનમાં સરખું કરવાનું છે.
જેમ કોઈ દાક્તર વિદ્યાર્થી માટે હાર્ટનું ઓપરેશન કરતાં પહેલાં એ અત્યંત જરૂરી છે કે હાર્ટ વિષેનું શાસ્ત્રીય જ્ઞાન બરાબર મેળવી લે; હાર્ટની એક એક નસ વિષે બરાબર જાણકારી પ્રાપ્ત કરી લે; પ્રાધ્યાપકના
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૬
-- દ્રષ્ટિનો વિષય મુખેથી એ વિષયની બધી વાતો પણ સાંભળી લે. પછી તેને હાર્ટનો નકશો કાગળ પર અને ત્યાર બાદ માટીનો નક્શો (મોડેલ) પણ સમજવો પડશે. પછી દેડકાનું શરીર ખોલીને જવું પડશે. આ બધું સમજવામાં ૮ થી ૧૦ વર્ષ લગાવવા પડશે. પછી કોઈનું ઓપરેશન અનુભવી દાક્તર કરતો હશે તેની બાજુમાં ઊભા રહીને જવું પડશે. આ બધું કર્યા બાદ જ તેને કોઈના હાર્ટનું ઓપરેશન કરવાની છૂટ મળશે.
તૈયારીની આ બધી પ્રક્રિયાઓ વિકલ્પાત્મક જ્ઞાનની છે. ત્યાર પછી જ તેને હાર્ટના ઓપરેશનની જેમ ખરેખર અનુભવ કરવાની છૂટ મળશે. માટે વિકલ્પાત્મક જ્ઞાનમાં પહેલાં સાચો અને પાકો નિર્ણય કરવો જ પડશે. એમાં જરાપણ ભૂલ ચાલશે નહિ. ભલે એમાં ૧૦-૨૦ વર્ષ નીકળી જાય, પરંતુ ત્યાર બાદ જ આત્માના અનુભવનો સાચો પ્રયત્ન થઈ શકશે.
૯. પ્રશ્ન:- આ સમજ્યા પછી અમે આત્માનો અનુભવ કેવી રીતે કરીએ ?
ઉત્તર:- આ કરવાની ચીજ નથી, “થવાની ચીજ છે. એ તો એની મેળે થાય છે, એને કરાતી નથી. એ પ્રક્રિયામાં બુદ્ધિપૂર્વક કાંઈ કરવાનું નથી, એ “ઓટોમેટીક પ્રક્રિયા છે. જેમ ખાવાનું ખાધા પછી તેને પચાવવા માટે આપણે કાંઈ કરવાનું નથી. કરવાની વિધી તો એ જ છે કે આપણે તત્વજ્ઞાનનો નિર્ણય કરીએ. એ નિર્ણય કરવાની બે રીત છે
૧. શાસ્ત્રો વાંચીને, ૨. ગુરુમુખેથી સાંભળીને.
સાંભળવાની પણ વિધી છે, જે આ પ્રકારે છે : ૧. શ્રવણ : ઉપયોગપૂર્વક સાંભળવું. ૨. ગ્રહણ : જે વાત સાંભળી છે, તે સમજવી; ગ્રહણ કરવી. આ
Page #86
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનગોષ્ટિ
૦
૭.
વાત જે કહી રહ્યાં છે, તે શું છે ? તેને પકડમાં લેવી. આમાં
મન નિમિત્ત છે. ૩. ધારણ : સાંભળેલી અને સમજેલી વાતને યાદ રાખવી. ૪. નિર્ધારણ : નિર્ણય કરવો. પરીક્ષા કરીને નિર્ધારણ કરવું કે આ
વાત સાચી છે કે ખોટી ? ધારણ કરેલી વાતનો શાંતિથી વિચાર કરીને નિર્ણય કરવો. જેમ ગાય પહેલાં ખાઈ લે છે અને પછી
શાંતિથી તેને કાઢીને વાગોળે છે તેમ. ૫. પરિણમન:નિર્ધારણ થયા પછી પરિમણન થાય તે કરણલબ્ધિ.
પરિણામોની ઉગ્રતાની તારતમ્યતાની અપેક્ષાએ આધાકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એવા ત્રણ કરણો કહેવાય છે. મિથ્યાત્વના નાશ માટેના કારણો અને સંજવલન કષાયના નાશ માટેના કરણો અલગ અલગ હોય છે.
બુદ્ધિપૂર્વક તો આપણે શ્રવણ, ગ્રહણ અને ધારણ કરવાનું છે. ત્યાં સુધી દેશના થઈ. પછી શાંતિથી નિર્ધારણ કરતાં દેશનાલબ્ધિ થાય છે. જ્યારે કોઈ પણ શંકા વિના, તર્ક અને યુક્તિથી પાકો નિર્ણય થઈ જશે, દ્રષ્ટિનો વિષય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પૂરેપૂરી રીતે સમજમાં આવી જશે, એમાં કોઈ કસર નહિ રહી જાય ત્યારે આપણી નિર્ધારણની પ્રક્રિયા પૂરી થશે.
વિકલ્પની ઉત્પત્તિની ચિંતા ન કરવી. દ્રષ્ટિના વિષય સંબંધી જેટલા વિકલ્પો ઉત્પન્ન કરી શક્તા હો તેટલા કરજો. વિકલ્પ તો ઘરગૃહસ્થીસંસારના છોડવાના છે. તે તો છોડવા નથી અને ત્રિકાળી, ધ્રુવના વિકલ્પોથી ડરો છો ? અનંત શુભાશુભ વિકલ્પો તો કરી રહ્યાં છો, તેને છોડવાના છે. દ્રષ્ટિના વિષય ભગવાન આત્મા સંબંધીના વિકલ્પોને તો
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૮ -
- દ્રષ્ટિનો વિષય થતા રહેવા દો. એ વિકલ્પોને છોડવા પડતા નથી, તેઓ તો જાતે છૂટી જાય છે. " નિર્ધારણ થતાં દેશનાલબ્ધિ થઈ જાય છે, ત્યારે આ જે હું છું એ નિર્ધારણમાં નક્કી થઈ ગયું તેનો એટલો રસ પરિપાક થશે કે તેના વિના ચેન નહિ પડે. નિરંતર તે રસ પરિપાક એટલો વધતો જશે કે વધતાં વધતાં આત્મા સ્વયમેવ કરણલબ્ધિમાં પહોંચી જશે.
જ્યારેદ્રષ્ટિના વિષયમાં અહમપણું આવી જાય છે ત્યારે એક મિનિટ તેના વગર ભારે પડે છે ભાઈ! છ મહિના છ વર્ષ જેવા લાગે છે!
જે વિકલ્પાત્મક જ્ઞાનમાં સાચો નિર્ણય નહિ થાય તો ગાડી અહીં જ રોકાઈને રહી જશો. માટે બધો જ પુરૂષાર્થ દ્રષ્ટિના વિષય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને સમજવામાં લગાડી દો. બસ બુદ્ધિપૂર્વક આ જ પુરૂષાર્થ છે, બીજો કોઈ પુરૂષાર્થ નથી. ત્યાર બાદ તો તે ઓટોમેટીક પ્રક્રિયામાં ચડી જશે અને તમારાથી કાંઈ કર્યા વગર જ અનુભવ થઈ જશે. નિર્ણય કર્યા બાદ બાકી બધું એની મેળે જ થવાવાળું કામ છે, તેમાં તમારે કાંઈ કરવાનું નથી. જૈન ધર્મ ‘કરવાનું નામ નથી, પરંતુ કરવાનું બંધ કરવાનું નામ છે. આત્માનુભૂતિનો માર્ગ કરવાનો નથી, પરંતુ જે કાંઈ કરી રહ્યાં છીએ તેને બંધ કરવાનો માર્ગ છે.
જો આપને નિર્ધારણ થઈ ગયું હોય તો વધુ વિકલ્પ ન કરો, પરંતુ જો નિર્ધારણ ન થયું હોય તો તે કરવામાં જ લાગી રહો. ત્યાર બાદ બધી પ્રક્રિયા ઓટોમેટીક છે.
૧૦. પ્રશ્ન- કરણલબ્ધિ વિષે થોડી માહિતી આપશો ? ઉત્તર:- રુચિની તીવ્રતાને લીધે રસનો પરિપાક થાય છે. કરવાની
Page #88
--------------------------------------------------------------------------
________________
ge
જ્ઞાનગોષ્ટિ
પ્રક્રિયા બંધ થઈને ‘થવાની’ પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. થવું + કર્તૃત્વનું અભિમાન = કરવું. જે કાર્ય સ્વયમેવ ‘થાય છે’ તેમાં ‘કર્તૃત્વનું અભિમાન’ ઉમેરતાં તેને ‘મેં કર્યું’ એમ કહેવાય છે. ‘કરવા’માંથી કર્તૃત્વનું અભિમાન કાઢી નાંખવાનું નામ ‘થયું’ છે.
રુચિની તીવ્રતાથી થતા રસના પરિપાકમાં બુદ્ધિપૂર્વક કાંઈ કરવાનું નથી. તે પરિપાક વધતાં વધતાં કરણલબ્ધિના પહેલા સમય સુધી પહોંચી જાય છે ત્યારે પરિણામોની ઉગ્રતાની તારતમ્યતાની અપેક્ષાએ અધ:કરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એવા ત્રણ કરણો કહેવાય છે.
માની લો કે દસ જીવોએ ૧૦ કલાક અને ૧ સમયે કરણલબ્ધિમાં પ્રવેશ કર્યો. ત્યાર બાદ ૧૦ કલાક અને ૧૦ સમયે બીજા દસ જીવોએ કરણલબ્ધિમાં પ્રવેશ કર્યો. એમ બની શકે છે કે એક જીવની ચાલ એટલી મંદ હોય કે બીજો જીવ તેની સાથે આવી જાય. એટલે કે જે જીવે ૧૦ કલાક ૧૦ સમયે પ્રવેશ કર્યો હતો તે ૧૦ કલાક ૧ સમયે પ્રવેશ કરેલા જીવની સાથે આવી જાય. પરિણામોની ઉગ્રતા કે મંદતાને કારણે ઉપરવાળો (અધઃ) જીવ નીચેવાળા જીવનો સાથ કરી લે તેને અધઃકરણ કહે છે. જો પહેલાં પ્રવેશેલાં જીવની ચાલ એટલી તેજ હોય કે પ્રતિસમય અપૂર્વ અપૂર્વ પુરુષાર્થ થાય કે જેથી પાછળથી પ્રવેશેલો જીવ તેની સાથે કદી ન થઈ શકે તેને અપૂર્વકરણ કહે છે. જો કરણલબ્ધિમાં એક સમયે પ્રવેશેલાં બધાં જીવોના પરિણામોની તીવ્રતા એટલી હોય કે કોઈ આગળપાછળ થયા વગર કરણલબ્ધિના અંત સુધી પહોંચી જાય, તેને અનિવૃત્તિકરણ કહે છે. અનિવૃત્તિ એટલે જેમાં પરસ્પર ભેદ ન પડે.
અનિવૃત્તિકરણના અંતમાં મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કષાયનો નાશ થાય છે અને તેને સમ્યગ્દર્શન તથા આત્માનુભૂતિ થાય છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
- દ્રષ્ટિનો વિષય
આમ બુદ્ધિપૂર્વક તો જિનવાણી વાંચવાની છે, ગુરૂમુખે સાંભળવાની છે, અને તત્વનો અભ્યાસ કરવાનો છે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ ઉપાય નથી.
સંજ્વલન કષાય અને નવ નોકષાયના નાશ માટે જે કરણલબ્ધિ પ્રગટે છે તે ૮, ૯ અને ૧૦ ગુણસ્થાનમાં હોય છે.
૧૧. પ્રશ્ન- શરીર ઉપર ઠંડું પાણી નાખીને પંખા નીચે બેસી જઈએ ત્યારે જે શીતળતાનો અનુભવ થાય અથવા શરીર ઉપર ચીટીયો ભરીએ ત્યારે જે વેદનાનો અનુભવ થાય, આ અનુભવ જેને થાય છે તે આત્મા તે હું છું - આવા પ્રયોગ દ્વારા આત્માને પકડી શકાય કે નહીં?
ઉત્તર નહીં ! આત્માના ધ્યાન માટે પરની પંચમાત્ર પણ આવશ્યક્તા નથી. ન પાણી નાખવાની કે ન અગ્નિ તપાવવાની. આપણી જ્ઞાનની પર્યાય આત્માને જાણતી રહે તેનું નામ ધ્યાન છે. એમાં પાણી વિગેરે કયાંથી આવી ગયા? આત્માનો જ્ઞાનસ્વભાવ છે, તેને પકડો. એ લક્ષણ છે. લક્ષણથી લક્ષ્યને પકડવામાં આવે છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
પરીક્ષાપત્ર
૧. ‘દ્રષ્ટિનો વિષય’ ના એકાર્થવાચી શબ્દો બતાવો :
૮ (ક) ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા
(ખ) વીતરાગતા
. (ગ) જ્ઞાયકભાવ
-
(ઘ) કેવળજ્ઞાન
-(ચ) પરમ પારિણામિકભાવ
(છ) પંચપરમેષ્ઠિ
(જ) કારણપરમાત્મા
(ઝ) કારણ સમયસાર
૨. (અ) સાચું કે (બ) ખોટું બતાવો:
મુમુક્ષુ જીવ સમ્યગ્દર્શન પામતાં મુખ્યત્વે ‘દ્રષ્ટિના વિષય’ ને સમજવાની ભૂલને કારણે અટકે છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૧
પ્રકરણ-૧ : ભૂમિકા
(ક){ જેમાં અહંપણું સ્થાપવાથી સમ્યગ્દર્શન પ્રગટે છે.
(ખ) દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ
(ગ)-2 પર્યાયાર્થિકનયની અપેક્ષાએ
(ઘ)? જેણે નિજ ભગવાન આત્મામાં પોતાપણું
સ્થાપ્યું છે.
(૫) દ્રષ્ટિનો વિષય (ચ)3 જેને દેહાદિક પરપદાર્થોમાં એકત્વ છે.
૧. જોડકાં જોડો:(૧) દ્રવ્યદ્રષ્ટિ
(૨) પર્યાયદ્રષ્ટિ
(૩) મિથ્યાદ્રષ્ટિ
(૪) સમ્યદ્રષ્ટિ
૨. જોડકાં જોડો :૧. ઉપચરિત અસદ્ભૂત
(ક) વિકારી પર્યાય
વ્યવહારનયનો વિષય
૨. અનુપચરિત અસદ્ભૂત ⟨(ખ) નિર્મળ પર્યાય વ્યવહારનયનો વિષય
(ગ) સ્ત્રી, પુત્ર, મકાન
૩. ઉપચરિત સદ્ભૂત વ્યવહારનયનો વિષય
૪. અનુપચરિત સદ્ભૂત (ઘ) શરીર, દ્રવ્યકર્મ
વ્યવહારનયનો વિષય
૩. જોડકાં જોડો:
દ્રષ્ટિનો વિષય
૧. મિથ્યાદર્શન
(ક)
૨. સમ્યગ્દર્શન (ખ) ૩. સમ્યજ્ઞાન (ગ) ૪. સભ્યશ્ચારિત્ર (ઘ)
દ્રષ્ટિના વિષયમાં પોતાપણું સ્થાપવું દ્રષ્ટિના વિષયમાં રમણ કરવું દ્રષ્ટિના વિષયને પોતાનો જાણવો પંચપરમેષ્ઠિમાં પોતાપણું સ્થાપવું.
Page #92
--------------------------------------------------------------------------
________________
પરીક્ષાપત્ર
028
પ્રકરણ-૨ : સ્વચતુષ્ટયા ૧. આમાંથી દ્રષ્ટિનો વિષય' કોણ છે તે બતાવો :
(ક) દ્રવ્ય-ગુણ-પર્યાયવાળું પ્રમાણનું દ્રવ્ય (ખ) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવવાળી આખી વસ્તુ (ગ) પર્યાયાર્થિકનયનો વિષય (ઘ) દ્રવ્યાર્થિકનયનો વિષય (ચ) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અંતર્ગતનું દ્રવ્ય (૭) છ દ્રવ્યોમાનું છવદ્રવ્ય.
૨. ખાલી જગ્યા પૂરો :
પર્યાયાર્થિકનયના વિષયને વિષયને
કહે છે.
કહે છે, દ્રવ્યાર્થિકનયના '' -->
૩. (અ) હા કે (બ) ના માં જવાબ આપો :
દ્રષ્ટિના વિષયમાં પર્યાયનો નિષેધ કરવાથી કાળનો નિષેધ કરવામાં આવ્યો છે ?
૪. જોડકાં જોડો:
૧. દ્રવ્યગ ૨. ક્ષેત્ર ૩. કાળન ૪. ભાવ
(ક) અનંત ગુણોનો અભેદ (ખ) અનાદિ અનંતતા, ત્રિકાળીપણું (ગ) આત્મા વસ્તુ (ઘ) અસંખ્ય પ્રદેશીપણું, -
અસંખ્યપ્રદેશોનો અભેદ
Page #93
--------------------------------------------------------------------------
________________
૮૪
પ્રકરણ-૩ : દ્રષ્ટિનો વિષય
૧. જોડકાં જોડો:
૧. દ્રવ્યન ૨. ક્ષેત્ર .
૩. કાળધ
૪. ભાવ
(ક)
(ખ)
(ગ)
(ઘ)
એક અને અનેક
સામાન્ય અને વિશેષ
ભેદ અને અભેદ
નિત્ય અને અનિત્ય
૨. જોડકાં જોડો:
૧. દ્રવ્યાર્થિકનયનો વિષયન્ (ક) વિશેષ, ભેદ, અનિત્ય, અનેક ૨. પર્યાયાર્થિંકનયનો વિષય (ખ) સામાન્ય, અભેદ, નિત્ય, એક
૩. જોડકાં જોડો:
૧. દ્રવ્યાર્થિકનયનો વિષય (ક) વિકલ્પનો જનક
નખ
દ્રષ્ટિનો વિષય
(અ) દ્રષ્ટિનો વિષય નથી.
૨. પર્યાયાર્થિનયનો વિષય (ખ) નિર્વિકલ્પતાનો જનક (બ) દ્રષ્ટિનો વિષય છે. ન્
૪. આમાંથી દ્રષ્ટિનો વિષય કોણ છે તે બતાવો:
1
(ક) દ્રવ્યસંજ્ઞા જેમને છે એવા સામાન્ય, અભેદ, નિત્ય અને એક આ ચારનો અભેદ.
(ખ) પર્યાયસંજ્ઞા જેમને છે એવા વિશેષ, ભેદ, અનિત્ય અને અનેક આ ચારનો અભેદ.
(ગ) સામાન્ય-વિશેષ, અભેદ-ભેદ, નિત્ય-અનિત્ય અને એક-અનેક વસ્તુની આ આઠ વિશેષતાઓનો અભેદ
(ઘ) સામાન્ય અને વિશેષ દ્રવ્યમાંનું દ્રવ્ય સામાન્ય.
•
Page #94
--------------------------------------------------------------------------
________________
પરીક્ષાપત્ર -
૫. (અ) હા કે (બ) ના માં જવાબ આપો:૧. નિત્ય એટલે અનંતાનંત પર્યાયોનો સામાન્યાંશ ? ૨. નિત્ય એટલે વૃત્તિનો અનુયુતિથી રચિત પ્રવાહ ? ૩. જો પર્યાયને દ્રષ્ટિના વિષયમાંથી બહાર કાઢવા જતાં કાળને બહાર
કાઢી નાખીશું તો વસ્તુ ખંડિત થઈ જશે ? ૪. દ્રષ્ટિના વિષયમાં અનંતાનંત પર્યાયોનો સામાન્ય અંશ સામેલ છે? ૫. દ્રષ્ટિ સ્વયં દ્રષ્ટિના વિષયમાં આવે છે ? ૬. દ્રષ્ટિના વિષયમાં પર્યાયોનો ભેદ સામેલ નથી, પરંતુ પર્યાયોનો
અનુસ્મૃતિથી રચિત પ્રવાહ સામેલ છે ?
- પ્રકરણ-૪ઃ પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ
(અ) સાચું કે (બ) ખોટું બતાવો
૧. કાળના અભેદને પર્યાય કહે છે. ૨. કાળના ભેદને પર્યાય કહે છે. ૩. કાળનો ભેદ દ્રષ્ટિના વિષયમાં સામેલ છે. ૪. કાળનો અભેદ દ્રષ્ટિના વિષયમાં સામેલ છે. ૫. સમયસાર ગાથા ૭માં ગુણભેદરૂપ પર્યાયનો નિષેધ કર્યો છે. ૬. ગુણોને ક્રમભાવી પર્યાય કહે છે. છે. પર્યાયને સહભાવી પર્યાય કહે છે. ૮. પર્યાય શબ્દના અનેક અર્થ થાય છે. તેથી દ્રષ્ટિના વિષયમાં
પર્યાય સામેલ નથી-એ સમજવા માટે અત્યંત સાવધાની રાખવાની જરૂર છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
- દ્રષ્ટિનો વિષય પ્રકરણ-૫ : દ્રવ્ય-સામાન્ય ૧. “સામાન્ય” અથવા “વિશેષ' શબ્દ વાપરીને ખાલી જગ્યા પૂરો:(ક) કોઈ પણ જાતનો ભેદ ન કરતાં તેને અભેદરૂપે જોવી તે
...................છે. (ખ) ક્રિકેટનું જ્ઞાન, રાજકારણનું જ્ઞાન, રસોઈનું જ્ઞાન; એ બધાં શેયોની
અપેક્ષાએ ...................... જ્ઞાન છે. તેમાં જે
જ્ઞાન...જ્ઞાન....જ્ઞાન... છે તે ....................... છે. (ગ) દ્રવ્યના ........................ પક્ષને દ્રષ્ટિના વિષયમાં સામેલ
કરવામાં આવ્યો છે, ...................... પક્ષને નહીં.
૨. “ધર્મ', “અધર્મ અને “વિકલ્પ' શબ્દ વાપરીને ખાલી જગ્યા
પૂરો:સામાન્યના અવલોકનને............................. કહે છે, પરંતુ વિશેષના (ભેદના) લક્ષે .............. ની ઉત્પત્તિ થતી હોવાથી તેને
» કહે છે.
પ્રકરણ-૬ : ક્ષેત્ર-પ્રદેશોનો અભેદ (અ) સાચું કે (બ) ખોટું બતાવો - ૧. ચક્ષુઈન્દ્રિયાવરણકર્મનો ક્ષયોપશમ ક્ત આંખના આત્મપ્રદેશોમાં જ
થાય છે. ૨. આત્માના આઠ રૂચક પ્રદેશો સિવાય બીજા બધાં પ્રદેશો નિરંતર ફરતાં
ફરતાં સ્થાનાંતર કરતા રહે છે. ૩. આત્માના અસંખ્ય પ્રદેશોમાં કેવળજ્ઞાન અને અતીન્દ્રિય આનંદ એક
સાથે એક જેવા જ થાય છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
પરીક્ષાપત્ર
૪. આત્માના અસંખ્ય પ્રદેશોમાં પરસ્પર લક્ષણભેદ અને કાર્યભેદ નથી, તેથી પ્રદેશભેદની ચર્ચા બહુ જ ઓછી સાંભળવામાં આવે છે.
પ્રકરણ-૭ : કાળ-પર્યાયોનો અભેદ
૧. ‘નિત્યતા’, ‘અનિત્યતા’, કાળ-ભેદ, વિશિષ્ટ, કાળ-અભેદ, અભેદ આ શબ્દો વાપરીને ખાલી જગ્યા પૂરો :
-
(ક) અનાદિ અનંત કાળમાંથી કોઈ એક ખંડને ગ્રહણ કરવાનું નામ છે, અને કાળની અખંડતાને ગ્રહણ કરવાનું
છે.
નામ
(ખ) ત્રિકાળી એટલે ત્રણ કાળ નહીં પરંતુ ત્રણેય કાળના નું નામ ત્રિકાળી છે.
(ગ) નદીનું વહેવું તે તેની વહેતાં રહેવું તે તેની
८७
છે અને તે જ રીતે હંમેશા
................. છે.
(ઘ) દ્રષ્ટિના વિષયભૂત ત્રિકાળી ધ્રુવ સ્વદ્રવ્યમાં સ્વકાળનો નિષેધ નથી
પર્યાયોનો જ નિષેધ
કરવામાં આવ્યો, પરંતુ કરવામાં આવ્યો છે.
.....................
૨. (અ) સાચું કે (બ) ખોટું બતાવો:
૧. દ્રષ્ટિના વિષયમાં નિગોદથી લઈને મોક્ષ સુધીની સમસ્ત પર્યાયોનો અભેદ સામેલ છે, કારણ કે તે કાળનો અભેદ હોવાથી દ્રવ્યાર્થિકનયનો વિષય છે.
૨. દ્રવ્યસ્વભાવ તે દ્રવ્યનો સ્વભાવ છે; પર્યાયસ્વભાવ તે પર્યાયનો સ્વભાવ છે, દ્રવ્યનો નહીં.
Page #97
--------------------------------------------------------------------------
________________
• દ્રષ્ટિનો વિષય
૩. “વસ્તુમાં પ્રતિસમય પરિવર્તન થશે - એમ બતાવવાવાળો
પર્યાયસ્વભાવ અનિત્ય છે. ૪. “નિત્યતાનો અર્થ ‘વસ્તુની સદા ઉપસ્થિતિ એટલો જ માત્ર નથી, પરંતુ તેમાં પ્રવાહની નિરંતરતા પણ સામેલ છે.
પ્રકરણ-૮ : ભાવ: ગુણોનો અભેદ (અ) સાચું કે (બ) ખોટું બતાવો૧. જેવી રીતે વસ્તુમાં ક્ષેત્રની અખંડતા હોય છે, કાળની અખંડતા હોય
છે; તેવી જ રીતે વસ્તુમાં ગુણોની પણ અખંડતા હોય છે. ૨. એક ગુણનું રૂપ બીજા ગુણમાં હોય છે, માટે સ્વચ્છત્વશક્તિનું રૂપ
જ્ઞાનગુણમાં છે. ૩. એક ગુણનું રૂપ બીજા ગુણમાં હોય છે, માટે જ્ઞાનગુણનું રૂપ
સ્પર્શગુણમાં છે. પ્રકરણ-૯ : વિસ્તારમાં અને પ્રવાહમાં
૧. જેડકાં જોડો -
૧. અન્વય * ૨. વ્યતિરેક
(ક) ગુણનું લક્ષણ (ખ) પર્યાયનું લક્ષણ
૨. જોડકાં જોડો -
(૧) વૃત્તિ (૨) અન્વય
(ક) ભેદ, વિપરીત (ખ) એકરૂપતા
Page #98
--------------------------------------------------------------------------
________________
પરીક્ષાપત્ર
–
(૩) વ્યતિરેક (૪) અનુસૂતિ
(ગ) હયાતિ (ઘ) અન્વયપૂર્વક જોડાણ
૩. જેડકાં જોડો -
(૧) પર્યાયોનો અન્વય (૨) પ્રદેશોનો અન્વય (૩) ગુણોનો અન્વય
(ક) ભાવની અખંડતા (ખ) કાળની અખંડતા (ગ) ક્ષેત્રની અખંડતા
૪. જોડકાં જોડો:(1) ક્ષેત્ર (ક) પ્રવાહકમ (અ) પ્રદેશોનો સુનિશ્ચિત ક્રમ (૨) કાળ (ખ) વિસ્તારક્રમ (બ) પર્યાયોનો સુનિશ્ચિત ક્રમ
૫. (અ) સાચું કે (બ) ખોટું બતાવો:૧. પર્યાયોના અન્વયરૂપ પ્રવાહને દ્રષ્ટિના વિષયમાં સામેલ કરવાથી
પર્યાય જ સામેલ થઈ જશે. ૨. અનુસ્મૃતિથી રચિત પ્રવાહ તે નિત્યતાનું લક્ષણ છે. ૩. દ્રષ્ટિના વિષયમાં પ્રદેશોનો અન્વય, પર્યાયોનો અન્યાય અને
ગુણોનો અન્વય સામેલ છે, પરંતુ વ્યતિરેક કોઈનો પણ સામેલ
નથી.
Page #99
--------------------------------------------------------------------------
________________
co
- દ્રષ્ટિનો વિષય પ્રકરણ-૧૦ : પર્યાય કઈ રીતે સામેલ છે?
(અ) સાચું કે (બ) ખોટું બતાવે:૧. અંતર્મુખ થયેલી ઉપયોગની પર્યાય દ્રષ્ટિના વિષયમાં વિષય
બનાવવાવાળા વિષયીના રૂપમાં ભળેલી છે, પરંતુ તે વિષયમાં સામેલ નથી.
પ્રકરણ-૧૧ : તત્ત્વવ્યવસ્થામાં દ્રષ્ટિનો વિષય
(અ) સાચુંકે (બ) ખોટું બતાવો :૧. આસ્વાદિ પાંચ તત્ત્વો પર્યાયાર્થિકનયના વિષય છે. ૨. આસવાદિ સમસ્ત વિકારી તથા અવિકારી પર્યાયોથી રહિત જીવતત્વ
જ દ્રષ્ટિનો વિષય છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
પરીક્ષાપત્રના જવાબો
-
૯
પરીક્ષાપત્રના જવાબો
પ્રસ્તાવના
૨. ધર્મ, વિકલ્પ, અધર્મ ૧. ક, ગ, ચ, જ, ઝ
પ્રકરણ-૬ : ક્ષેત્ર-પ્રદેશોનો અભેદ ૨. આ
૧. (બ) ૨. (અ) પ્રકરણ-૧ : ભૂમિકા
૩. (અ) ૪. (અ) ૧. ૧-ખ, ૨-ગ, ૩-૨, ૪-ઘ, ૫-ક | પ્રકરણ-૭ :કાળ-પર્યાયોનો અભેદ ૨. ૧-ગ, ૨-ઘ, ૩-ક, ૪-ખ ૧. (ક) કાળભેદ, કાળઅભેદ ૩. ૧-ઘ, ૨-ક, ૩-ગ, ૪-ખ (ખ) અભેદ પ્રકરણ-૨ : સ્વચતુષ્ટય
(ગ) અનિત્યતા, નિત્યતા ૧. ઘ
(ઘ) વિશિષ્ટ ૨. પર્યાય, દ્રવ્ય
૨. (૧) અ (૨) બ ૩. બ
(૩) બ (૪) અ ૪. ૧-ગ, ૨-ઘ, ૩-ખ, ૪-ક
પ્રકરણ-૮ : ભાવ-ગુણોનો-અભેદ પ્રકરણ-૩: દ્રષ્ટિનો વિષય ૧. આ ૧. ૧-ખ, ર-ગ, ૩-ઘ, ૪-ક ૨. ૧-ખ, ૨-ક .
૩. બ ૩. ૧-ખ-બ, ૨-ક-અ
પ્રકરણ-૯: વિસ્તારકમ અને પ્રવાહક્રમ ૪. ક
૧. ૧-ક ૨-ખ ૫. ૧-અ, ૨-અ, ૩-અ, ૪-અ, ૫
૨. ૧-ગ; ર-ખ; ૩-ક ૪-ઘ બ, ૬-અ
૩. ૧-ખ; ૨-ગ; ૩-ક પ્રકરણ-૪: પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ | ૪. ૧-ખ-અ-; ૨-ક-બ ૧-બ, ર-અ, ૩-બ, ૫. ૧-બ; ૨-અ ૩-અ ૪-અ, ૫-અ, ૬-બ, ૭-બ, ૮-અ
પ્રકરણ-૧૦: પર્યાય કઈ રીતે સામેલ છે? પ્રકરણ-૫ : દ્રવ્ય-સામાન્ય ૧. આ ૧ (ક) સામાન્ય
પ્રકરણ-૧૧ : તવવ્યવસ્થામાં દ્રષ્ટિનો (ખ) વિશેષ, સામાન્ય
વિષય (ગ) સામાન્ય, વિશેષ
| ૧. અ ૨. અ
૨. અ
Page #101
--------------------------------------------------------------------------
Page #102
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
પ્રકરણ
૧
પ્રમાણજ્ઞાન, શ્રુતજ્ઞાન અને નયનું સ્વરૂપ
-
પાંચેય પ્રકારના જ્ઞાન પ્રમાણ છે. મતિજ્ઞાનથી લઈને કેવળજ્ઞાન સુધી જે પણ જ્ઞાન સમ્યક્ છે, તે બધાં પ્રમાણજ્ઞાન છે.
એ પાંચ પ્રકારના જ્ઞાનોમાં એક શ્રુતજ્ઞાન નામનું જે જ્ઞાન છે, તેમાં જ નય હોય છે, બાકીના ચાર જ્ઞાનોમાં નય હોતાં નથી. કહ્યું પણ છે ને કે શ્રુતવિવvાઃ નયાઃ - શ્રુતજ્ઞાનના વિકલ્પને નય કહે છે. ‘વિકલ્પ’ નો અર્થ ભેદ થાય છે. શ્રુતજ્ઞાન વસ્તુમાં ભેદ કરીને એક અંશને મુખ્ય કરે છે અને બીજા અંશને ગૌણ કરે છે. આ મુખ્ય-ગૌણની વ્યવસ્થા માત્ર શ્રુતજ્ઞાનમાં છે, અન્ય કોઈ પણ જ્ઞાનમાં નથી. પ્રમાણજ્ઞાનમાં બધા પક્ષો મુખ્ય જ રહે છે.
આચાર્ય અમૃતચંદ્રદેવે જ્યારે શ્રુતજ્ઞાનના સ્વ-પર પ્રકાશકપણાનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું, ત્યારે તેઓએ કેવળી ભગવાનનું ઉદાહરણ આપ્યું છે. જે રીતે કેવળી ભગવાન સ્વ અને પરને એક સાથે જાણે છે. તેવી જ રીતે શ્રુતજ્ઞાનમાં પણ સ્વ અને પર એક સાથે ભાસે છે.
જે અંદરમાં નિરપેક્ષતત્ત્વ છે, તે અપેક્ષાઓથી જ સમજી શકાય છે. એ તત્ત્વ તો નિરપેક્ષ છે અને નિરપેક્ષનો અર્થ છે કે જે અપેક્ષાઓથી એ તત્ત્વને સમજાવવામાં આવે છે, તે અપેક્ષાઓથી એ તત્ત્વ રહિત છે. અપેક્ષાઓ વસ્તુમાં લગાવવાની નથી, તેને સમજવામાં લગાવવાની છે. આ અપેક્ષાઓ તો શ્રુતજ્ઞાનમાં લાગે છે, નયોમાં લાગે છે. આ અપેક્ષાઓનો નિષેધ પણ કરી શકાતો નથી; કારણ કે અપેક્ષાથી ઈન્કાર કરવનું તાત્પર્ય નયોથી જ ઈન્કાર કરવા બરાબર છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
• દ્રષ્ટિનો વિષય . જૈનદર્શનમાં એક પણ પંક્તિ એવી નથી કે જે નય અથવા અપેક્ષા વિના લખાઈ હોય. આ વિષે આચાર્ય સમંતભદ્ર કહે છે કે આપણે સ્યાદ્વાદી છીએ. આપણા બધા કથનો અપેક્ષાથી જ છે. માટે જ્યાં અપેક્ષા ન લગાડેલી હોય, ત્યાં પણ તે કથન સાપેક્ષ જ છે - એમ જ સમજવું જોઈએ.
- વાસ્તવમાં કથન તો એમ છે કે “આત્માનુભૂતિના કાળમાં નિશ્ચયને મુખ્ય રાખવો જોઈએ, વ્યવહારને નહિ,” તો લોકોએ “આત્માનુભૂતિના કાળમાં” – એ તો છોડી દીધું અને બાકી એ કથન ગ્રહણ કરી લીધું કે “નિશ્ચયને મુખ્ય રાખવો જોઈએ, વ્યવહારને નહિ.”
- તત્ત્વના અવલોકન (અન્વેષણ) નો જે કાળ છે, તેમાં સમય અર્થાત્ શુદ્ધાત્માને યુક્તિ અર્થાત્ નયપ્રમાણ દ્વારા પહેલાં જાણે. પછીથી આરાધના સમયે – કે જે અનુભવકાળ છે - તેમાં નયપ્રમાણ નથી; કારણ કે પ્રત્યક્ષ અનુભવ છે.
નિશ્ચયથી વધારે વ્યવહારનો કાળ છે. જેમને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું નથી, તેઓને તો હંમેશા વ્યવહાર જ મુખ્ય છે; કારણ કે તેમનો તો પૂરો કાળ તત્ત્વાન્વેષણનો છે.
આમ તત્ત્વાન્વેષણના કાળમાં વ્યવહાર મુખ્ય રહે છે અને અનુભૂતિના કાળમાં નિશ્ચય. આ રીતે વ્યવહારનયની પણ ઉપયોગિતા છે, તેને પૂરેપૂરો ઉડાવી શકાતો નથી.
વાસ્તવમાં તો ગૌણ કોને કહે છે ? આપણે હવે એ પણ શીખવું પડશે. જે “જગત વ્યવહાર' એક સમય માટે પણ ગૌણ થઈ જાય, તો તરત જ સમ્યગ્દર્શન થઈ જાય અને (આપણને) સમ્યગ્દર્શન તો છે નહીં, એનો અર્થ એ છે કે એક સમય માટે પણ વ્યવહાર ગૌણ થયો નથી, કારણ કે નિશ્ચય તો અનુભવના કાળમાં પ્રગટ થાય છે, અત્યારે તો વ્યવહાર જ છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
પ્રકરણ - ૨ - દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય
સ્વરૂપ અને વિષયવસ્તુ મૂળનોની ચર્ચા કરતી વખતે નિશ્ચય-વ્યવહારની સાથે જ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયોની ચર્ચા પણ મૂળનયોના રૂપમાં કરવામાં આવી હતી. તેમાંથી નિશ્ચય-વ્યવહારની ચર્ચા તો અપેક્ષિત વિસ્તારની સાથે કરી દીધી છે. હવે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયોની ચર્ચાનો વારો છે.
પ્રત્યેક વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે. વસ્તુના સામાન્ય અંશને દ્રવ્ય અને વિશેષ અંશને પર્યાય કહે છે. તેથી જ વસ્તુના સામાન્ય અંશને ગ્રહણ કરનાર જ્ઞાનના અંશને દ્રવ્યાર્થિકનય અને વિશેષ અંશને ગ્રહણ કરનાર જ્ઞાનના અંશને પર્યાયાર્થિકનય કહેવામાં આવે છે તથા બન્ને અંશોને એક સાથે ગ્રહણ કરનાર જ્ઞાનને પ્રમાણ કહે છે.
આમ આ નિશ્ચિત થયું કે વસ્તુનો સામાન્યાંશ દ્રવ્યાર્થિકનયનો, વિશેષાંશ પર્યાયાર્થિકનયનો તથા જેમાં સામાન્ય અને વિશેષ બન્ને અંશ ગર્ભિત છે – એવી સામાન્ય-વિશેષાત્મક સંપૂર્ણ વસ્તુ પ્રમાણનો વિષય છે. જેમ કે કહેવામાં પણ આવ્યું છે :
“સામાન્યવિશેષાત્મા તદર્થો વિષયઃ |
સામાન્ય-વિશેષાત્મક પદાર્થ પ્રમાણનો વિષય છે.” પ્રમાણ, નય અને નિક્ષેપનો વિષય બતાવતાં નયચકકાર લખે છે –
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૬.
• દ્રષ્ટિનો વિષય
વલ્થ પમાણવિસય ણયવિસય હવઈ વળ્યુએકંસ જે દોહિ ગિયર્ડ તે નિર્બવે હવઈ વિસય છે
વસ્તુ પ્રમાણનો વિષય છે અને વસ્તુનો એક અંશ નયનો વિષય છે. તથા જે અર્થ પ્રમાણ અને નયથી નક્કી થાય છે, તે નિક્ષેપનો વિષય છે.”
તે પ્રમાણની વિષયભૂત પ્રત્યેક વસ્તુ સામાન્ય-વિશેષાત્મકની જેમ નિત્યાનિત્યાત્મક, એકાનેકાત્મક અને ભેદાભદાત્મક પણ છે. તેમાં દ્રવ્યાર્થિકનયનો વિષય બનનાર વસ્તુનો સામાન્યાંશ નિત્ય, એક અને અભેદસ્વરૂપ તથા પર્યાયાર્થિકનયનો વિષય બનનાર વિશેષાંશ અનિત્ય, અનેક અને ભેદસ્વરૂપ છે.
આમ આપણે જોયું કે દ્રવ્યાર્થિકનયનો વિષય સામાન્ય, એક, નિત્ય અને અભેદસ્વરૂપ વસ્તુનો અંશ છે તથા પર્યાયાર્થિકનયનો વિષય વિશેષ, અનેક, અનિત્ય અને ભેદસ્વરૂપ વસ્તુનો અંશ છે. જેમાં ઉપર કહેલું બધું સમાયેલું છે, તે વસ્તુ પ્રમાણનો વિષય છે અર્થાત્ સામાન્ય વિશેષાત્મક, એકાનેકાત્મક, નિત્યાનિત્યાત્મક અને ભેદાભદાત્મક વસ્તુ પ્રમાણનો વિષય છે.
જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષા વિચાર કરીએ તો પ્રમાણની વિષયભૂત વસ્તુદ્રવ્યની અપેક્ષા સામાન્ય-વિશેષાત્મક, ક્ષેત્રની અપેક્ષા ભેદાભદાત્મક, કાળની અપેક્ષા નિત્યાનિત્યાત્મક અને ભાવની અપેક્ષા એકાનેકાત્મક છે.
પ્રમાણની વિષયભૂત ઉક્ત વસ્તુના દ્રવ્યાર્થિકનયના વિષયભૂત દ્રવ્યાંશમાં અને પર્યાયાર્થિકનયના વિષયભૂત પર્યાયાંશમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ
અને ભાવની અપેક્ષા વિચાર કરીએ તો દ્રવ્યાર્થિકનયના વિષયભૂત દ્રવ્યાંશમાં સામાન્યત્વ, અભેદત્વ, નિત્યત્વ અને એત્વનો સમાવેશ થાય
Page #106
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - પ્રકરણ
-
૨
૯૦
છે. તથા પર્યાયાર્થિકનયના વિષયભૂત પર્યાયાંશમાં વિશેષત્વ, ભેદત્વ, અનિત્યત્વ અને અનેકત્વનો સમાવેશ થાય છે.
આ જ વિશેષતાના કારણે દ્રવ્યાર્થિકનયના વિષયને દ્રવ્ય, સામાન્ય, અભેદ, નિત્ય અને એક તથા પર્યાયાર્થિકનયના વિષયને પર્યાય, વિશેષ, ભેદ, અનિત્ય અને અનેક વગેરે શબ્દોથી કહેવામાં આવે છે.
ઉપર્યુક્ત કથનનો અર્થ એમ થાય છે કે ઉક્ત નયોના સંદર્ભમાં દ્રવ્ય, સામાન્ય, અભેદ, નિત્ય અને એક – આ બધાં વિશેષણ વિભિન્ન અપેક્ષાઓથી દ્રવ્યાર્થિકનયનો વિષય હોવાથી એકાર્થવાચી થઈ ગયા અર્થાત્ ‘દ્રવ્ય’ પદના જ પર્યાયવાચી રૂપ થઈ ગયા. આમ પર્યાય, વિશેષ, ભેદ, અનિત્ય અને અનેક - આ બધાં વિશેષણ વિભિન્ન અપેક્ષાઓથી પર્યાયાર્થિકનયનો વિષય હોવાથી એકાર્થવાચી થઈ ગયા અર્થાત્ ‘પર્યાય’ પદના જ પર્યાયવાચી રૂપ થઈ ગયા.
જોકે એક દષ્ટિથી ઉપર્યુક્ત શબ્દો એકાર્થવાચી છે, તોપણ વિભિન્ન અપેક્ષાઓથી પ્રયુક્ત હોવાના કારણે પોતાના જુદા-જુદા ભાવ પણ વ્યક્ત કરે છે – આ વાતને આપણે ન ભૂલવી જોઈએ. જેમ કે જો આપણે કહીએ કે વસ્તુ પર્યાયાર્થિફનયથી અનેકસ્વરૂપ છે તો સમજવું જોઈએ કે પર્યાયાર્થિકનયનો આ પ્રયોગ ભાવની અપેક્ષાએ કરવામાં આવેલો પ્રયોગ છે અને આમાં વક્તાનો અભિપ્રાય પર્યાયાર્થિકનયથી ભાવસંબંધી વિશેષતા બતાવવાનો છે. આમ જ્યારે આપણે એમ કહીએ કે વસ્તુ પર્યાયાર્થિકનયથી અનિત્ય છે ત્યારે સમજવું જોઈએ કે પર્યાયાર્થિકનયનો આ પ્રયોગ કાળની અપેક્ષાએ કરવામાં આવેલો પ્રયોગ છે અને આમાં વક્તાનો અભિપ્રાય કાળસંબંધી વિશેષતા બતાવવાનો છે.
જેમ અહીં ભાવસંબંધી અને કાળસંબંધી વિશેષતાઓને ઉદાહરણ આપી સ્પષ્ટ કરવામાં આવી છે, તેમ ક્ષેત્રસંબંધી અને દ્રવ્યસંબંધી
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૮ -
– દ્રષ્ટિનો વિષય વિશેષતાઓને પણ સમજી લેવી જોઈએ તથા જેમ અહીં પર્યાયાર્થિકનયનું ઉદાહરણ આપી વાત સ્પષ્ટ કરવામાં આવી છે, તેમ દ્રવ્યાર્થિકનય પર પણ ઘટિત કરી લેવું જોઈએ.
જોકે દ્રવ્યાર્થિકનયના વિષયની સામાન્ય' “અભેદ નિત્ય' અને એક સંજ્ઞાઓ પણ છે; તોપણ દ્રવ્ય આ સંજ્ઞા વધુ મહત્ત્વની છે. આ રીતે પર્યાયાર્થિકનયના વિષયની પણ જેકે વિશેષ “ભેદી ‘અનિત્ય અને “અનેક' સંજ્ઞાઓ પણ છે; તોપણ પર્યાય' આ સંજ્ઞા અધિક મહત્ત્વની છે, કેમ કે આ દ્રવ્ય અને પર્યાય' સંજ્ઞાઓના કારણે જ આ નયોના નામ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક પડે છે.
અતઃ આ સારી રીતે સમજી લેવું જોઈએ કે આ પ્રકરણમાં મુખ્યરૂપથી દ્રવ્યાર્થિકનયના વિષયની દ્રવ્ય અને પર્યાયાર્થિકનયના વિષયની ‘પર્યાય' સંજ્ઞા જિનવાણીને માન્ય છે. અહીં દ્રવ્ય’ અને ‘પર્યાય શબ્દોના અર્થ “ગુણપર્યયવદ્ભવ્ય અને તર્ભાવઃ પરિણામ ન હોઈ દ્રવ્યાર્થિકનયનો વિષય દ્રવ્ય અને પર્યાયાર્થિકનયનો વિષય પર્યાય અપેક્ષિત છે. દ્રવ્ય એટલે દ્રવ્યાર્થિકનયનો વિષય; તે ભલે જે કાંઈ પણ હોય; સામાન્ય હોય, અભેદ હોય, નિત્ય હોય, એક હોય, કાંઈ પણ હોય, તે જ ઈષ્ટ છે. આમ પર્યાય એટલે પર્યાયાર્થિકનયનો વિષય; તે ભલે જે કાંઈ પણ હોય; વિશેષ હોય, ભેદ હોય, અનિત્ય હોય, અનેક હોય; કાંઈ પણ હોય; તે જ પર્યાય શબ્દથી અભિપ્રેત છે.
અહીં એક વાત વિશેષ ધ્યાનમાં રાખવાની એ પણ છે કે ભલે અહીં દ્રવ્યાર્થિકનયના વિષયભૂત દ્રવ્યાંશને દ્રવ્ય કહેવામાં આવે છે અને આગમમાં પણ આ પ્રકરણમાં ઘણું કરીને આ જ અર્થમાં આનો પ્રયોગ જોવા મળે છે, છતાં પણ આગમમાં જ ક્યાંક ક્યાંક સામાન્ય - વિશેષાત્મક અર્થાત્ દ્રવ્ય-પર્યાયાત્મક પ્રમાણની વિષયભૂત સંપૂર્ણ વસ્તુને પણ દ્રવ્ય કહેવામાં આવે છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - પ્રકરણ
તેથી જ્યાં ‘દ્રવ્ય’ શબ્દનો જે પ્રયોગ કરવામાં આવ્યો છે તે દ્રવ્યાર્થિકનયના વિષયભૂત દ્રવ્યાંશના સંદર્ભમાં છે કે પ્રમાણની વિષયભૂત વસ્તુના સંદર્ભમાં છે તે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આ વાતની સ્પષ્ટતા કરવા માટે ક્યારેક ક્યારેક સંપૂર્ણ વસ્તુને પ્રમાણનું દ્રવ્ય અને દ્રવ્યાંશને દ્રવ્યાર્થિકનયનું દ્રવ્ય પણ કહે છે.
૨
CC
‘દ્રવ્યાંશ’ શબ્દનો અર્થ ‘દ્રવ્યનો અંશ’ થતો નથી, પરંતુ વસ્તુનો તે અંશ જેને દ્રવ્ય કહે છે તે થાય છે.
આગમ અને પરમાગમમાં પ્રાપ્ત દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયોના વિવિધ પ્રયોગોને ખરા અર્થમાં સમજવા માટે ઉપર જણાવેલી જાણકારી ખૂબ જરૂરી છે.
હવે આપણે આ આશા સાથે કે ‘દ્રવ્ય’ અને ‘પર્યાય’ શબ્દનો જે અર્થ ઉપર જણાવવામાં આવ્યો છે, તમે તેને જ ગ્રહણ કરશો, આગમ અને પરમાગમમાં સમાવેશ થયેલા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયોની વ્યાખ્યાઓ રજૂ કરીએ છીએ.
‘નયચક્ર’ માં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયોની વ્યાખ્યા આમ આપી છે :
“પજય ગણું કિચ્ચા દવ્યં પિય જો હુ ગિણઈલોએ । સો વ્યથિય ભણિઓ વિવરીઓ પજયત્થિણઓ ॥
પર્યાયને ગૌણ કરીને જે દ્રવ્યને ગ્રહણ કરે છે, તે દ્રવ્યાર્થિકનય’ છે અને તેનાથી વિપરીત પર્યાયાર્થિકનય છે એટલે કે દ્રવ્યને ગૌણ કરીને જે પર્યાયને ગ્રહણ કરે છે તે પર્યાયાર્થિકનય છે.’’
સમયસારની ‘આત્મખ્યાતિ' નામની ટીકામાં આ બન્ને નયોની ચર્ચા આમ છે :
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૦ -
'
-- દ્રષ્ટિનો વિષય
તત્ર દ્રવ્યપર્યાયાત્મકે વસ્તુનિ દ્રવ્ય મુખ્યતયાનુભાવયતીતિ દ્રવ્યાર્થિક, પર્યાય મુખ્યતયાનુભાવયતીતિ પર્યાયાર્થિકઃ |
દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુમાં જે મુખ્યરૂપથી દ્રવ્યનો અનુભવ કરાવે, તે દ્રવ્યાર્થિકનય છે અને જે મુખ્યરૂપથી પર્યાયનો અનુભવ કરાવે, તે પર્યાયાર્થિકનય છે.”
ઉક્ત વ્યાખ્યાઓ પર ગહન વિચાર કરતાં એક વાત દીવા જેવી સ્પષ્ટ થાય છે કે આ બન્ને નયોના વિષય એક વસ્તુની મર્યાદાની અંદર છે જોકે એક-એક કરીને પ્રત્યેક વસ્તુ તેના વિષયમાં સમાઈ જાય છે તથા વિભિન્ન વસ્તુઓનો સત્સામાન્ય કે ચિત્સામાન્યની અપેક્ષાએ પણ સંગ્રહ હોય છે, જેની ચર્ચા આગળ ઉપર યથાસ્થાન વિસ્તારથી કરીશું તો પણ આ નયોનું મૂળકાર્ય બધી વસ્તુઓને મેળવી જેવાને બદલે મુખ્યરૂપથી દરેક વસ્તુને તેના વિભિન્ન પક્ષોથી જોવાનું છે, સ્પષ્ટ કરવાનું છે.
જોકે વસ્તુના મૂળપક્ષ બે છે :- દ્રવ્ય અને પર્યાય, અતઃ તેને ગ્રહણ કરનાર મૂળનય પણ બે છે :- દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક.
આ વાતને સ્પષ્ટ કરવાને માટે ‘આત્મખ્યાતિ માં “વ્યપર્યાયાત્મકે વસ્તુનિ પદનો પ્રયોગ કરવામાં આવ્યો છે. “વસ્તુનિ પદમાં સપ્તમી વિભક્તિના એકવચનનો પ્રયોગ આ વાત સ્પષ્ટ કરે છે કે આ નિયોનો પ્રયોગ એક વસ્તુમાં હોય છે અને ‘દ્રવ્યપર્યાયાત્મકે પદ દ્વારા તે એક વસ્તુની અંદર હોવાવાળા બે પક્ષોનો ઉલ્લેખ કરી તેને સ્પષ્ટ કર્યો છે.
| મુખ્યતયા અનુભાવયતિ અર્થાત્ મુખ્યપણાથી દ્રવ્યનો અનુભવ કરાવે - એમ કહી “આત્મખ્યાતિ' માં અસાધારણરૂપથી પર્યાયને ગૌણ કરી છે, જ્યારે નયચક્રમાં ગઉણ કિચ્ચા અર્થાત્ ગૌણ કરીને એમ કહી અપરપક્ષની ગૌણતાને કહી છે. આમ ધ્યાન રાખવું કે નય અપરપક્ષને ગૌણ કરે છે, અભાવ નહીં. *
Page #110
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - પ્રકરણ - ૨
– ૧૦૧ આ દ્રવ્યાર્થિકનયના પ્રકરણમાં જે સ્થિતિ પર્યાયની છે, પર્યાયાર્થિકનયના પ્રકરણમાં તે જ સ્થિતિ દ્રવ્યની સમજી લેવી જોઈએ.
આમ આ પ્રતિફલિત થાય છે કે પ્રમાણના વિષયમાં મુખ્યગૌણની વ્યવસ્થા નથી, કારણ કે તેનો વિષય સંપૂર્ણ વસ્તુ છે. તેથી તેના વિષયમાં વસ્તુના બન્નેય અંશો જ મુખ્ય રહે છે. નયોનો વિષય વસ્તુનો અંશ બને છે. તેથી જે વસ્તુનો જે અંશ જે નયનો વિષય બને છે, તે અંશ મુખ્ય હોય છે, શેષ અંશ ગૌણ રહે છે. મુખ્ય અંશને વિવક્ષિત અંશ અને ગૌણ અંશને અવિવક્ષિત અંશ પણ કહે છે.
અતઃ આ સ્પષ્ટ છે કે વસ્તુના દ્રવ્યાંશને જાણનાર/બતાવનાર દ્રવ્યાર્થિકનય છે અને પર્યાયાંશને જાણનાર/ બતાવનાર પર્યાયાર્થિકનાય છે.
‘તત્વાર્થસ્લોકવાર્તિક માં થોડી જુદી વાત પણ કરી છે. તેમાં દ્રવ્યાંશને “અંશી' અને પર્યાયાંશને “અંશ' શબ્દથી જણાવવામાં આવ્યો છે તથા સ્પષ્ટ રીતે લખ્યું છે કે જે અંશીમાં તે અંશીના બધા અંશ ગૌણ થઈ જાય છે, તે અંશી દ્રવ્યાર્થિકનયનો વિષય છે.
‘તત્વાર્થસ્લોકવાર્તિક નું મૂળકથન આમ છે :
“તન્નાશિન્યપિ નિઃશેષધર્માણાં ગુણતાગતી
દ્રવ્યાર્થિકનયસ્થવ વ્યાપારાભુખ્યરૂપતઃ - જે અંશી કે ધર્મમાં તેના સર્વે અંશ કે ધર્મ ગૌણ થઈ જાય છે, તે અંશીમાં મુખ્યરૂપથી દ્રવ્યાર્થિકનયની જ પ્રવૃત્તિ હોય છે અર્થાત્ આવો અંશી દ્રવ્યાર્થિકનયનો વિષય છે.”
આ કથનથી એવો ભ્રમ થઈ શકે છે કે અંશી તો પ્રમાણનો વિષય
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૨૦
- દ્રષ્ટિનો વિષય
હોવો જોઈએ, અહીં તેને દ્રવ્યાર્થિકનયનો વિષય કેમ બતાવવામાં આવી રહ્યો છે ?
અહીં જે અંશીને દ્રવ્યાર્થિકનયનો વિષય બતાવવામાં આવી રહ્યો છે, તે અંશી પણ વસ્તુનો એક અંશ જ છે, સંપૂર્ણ વસ્તુ નહીં. સંપૂર્ણ વસ્તુ તો અંશ અને અંશી મળીને થાય છે.
વસ્તુતઃ વાત એમ છે કે દ્રવ્ય’ શબ્દની જેમ “અંશી' શબ્દનો પણ બે અર્થોમાં પ્રયોગ થાય છે. દ્રવ્ય” ના સંદર્ભમાં આ વાતને પહેલાં જ સ્પષ્ટ કરી ચુક્યા છીએ. અહીં જે અંશી અપેક્ષિત છે, તે દ્રવ્યાકિનયના દ્રવ્યના સ્થાન પર છે તથા આ અંશી અને અંશના એકત્રિતરૂપ જે અંશી છે, તેને પ્રમાણના દ્રવ્યના સ્થાન પર સમજવો જોઈએ.
આ તો આપણે પહેલાં જ જણાવી દીધું છે કે મુખ્યતા અને ગૌણતા નયના વિષયમાં જ હોય છે, પ્રમાણના વિષયમાં નહીં.
શ્લોકવાર્તિક' ના આ કથનમાં સ્પષ્ટ લખ્યું છે કે જે અંશમાં તેના બધા અંશ ગૌણ થઈ જાય છે, તે અંશી દ્રવ્યાર્થિકનયનો વિષય છે. પ્રમાણના વિષયભૂત અંશીમાં કોઈ પણ અંશ ગૌણ થતો નથી, બધા અંશ મુખ્ય રહે છે. પ્રમાણના વિષયમાં મુખ્ય-ગૌણતાની વ્યવસ્થા નથી – આનો અર્થ જ એ છે કે બધા અંશ મુખ્ય છે, અંશોના સમૂહરૂપ અંશી પણ મુખ્ય છે, કોઈ પણ ગૌણ નથી.
ઉક્ત કથનની વિશેષ સ્પષ્ટતા માટે “શ્લોકવાર્તિક' ના ઉક્ત કથનનો પૂર્વાપર સંદર્ભ જોઈ લેવો ઉપયોગી થશે, જે આ પ્રમાણે છે :
જેમ અંશી-વસ્તુમાં પ્રવૃત્તિ કરનારા જ્ઞાનને પ્રમાણ માનવામાં આવે છે, તેમ જ વસ્તુના અંશમાં પ્રવૃત્તિ કરનારા અર્થાત્ જાણનારા નયને પ્રમાણ કેમ ન મનાય ? અતઃ નય પ્રમાણ સ્વરૂપ જ છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - પ્રકરણ - ૨
-
- ૧૦૩
ઉક્ત આશંકા ઠીક નથી, કેમ કે જે અંશી કે ધર્મમાં તેના બધા અંશ કે ધર્મ ગૌણ થઈ જાય છે, તેના અંશીમાં મુખ્યરૂપથી દ્રવ્યાર્થિકનયની પ્રવૃત્તિ હોય છે, અર્થાત્ આવો અંશી દ્રવ્યાર્થિનયનો વિષય છે; અતઃ તેનું જ્ઞાન નય છે. વળી ધર્મ અને ધર્મના સમૂહરૂપ વસ્તુના ધર્મો અને ધર્મી બન્નેને પ્રધાનરૂપથી જાણનારા જ્ઞાનને પ્રમાણ કહે છે, અતઃ નય પ્રમાણથી ભિન્ન છે."
આમ આપણે જોયું કે દ્રવ્યાર્થિકનયના વિષયરૂપ અંશીમાં તેના બધા અંશ ગૌણ છે અને પ્રમાણના વિષયરૂપ અંશીની સાથે તે બધા અંશ પણ મુખ્યરૂપથી જ વિષય બને છે.
આ વાત સર્વત્ર વિશેષ ધ્યાનમાં રાખવી યોગ્ય છે, અન્યથા સર્વત્ર શંકાઓ આશંકાઓ ઊભી થતી રહેશે.
આ સંદર્ભમાં પ્રવચનસાર' ગ્રંથની ૧૧૪મી ગાથાની આચાર્ય અમૃતચંદ્રકૃત તત્વપ્રદીપિકા' નામની સંસ્કૃત ટીકા પણ દ્રષ્ટવ્ય છે, જેનો અનુવાદ આ પ્રમાણે છે :
“વસ્તુતઃ બધી વસ્તુઓ સામાન્ય-વિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારના ક્રમશ: સામાન્ય અને વિશેષને જાણવાવાળી બે આંખો છે :- દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક.
આમાંથી પર્યાયાર્થિક ચક્ષને સર્વથા બંધ કરીને જ્યારે માત્ર ખુલ્લાં રાખેલાં દ્રવ્યાર્થિક ચક્ષ વડે જોવામાં આવે છે, ત્યારે નારત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ, દેવત્વ અને સિદ્ધત્વ પર્યાયરૂપ વિશેષોમાં રહેનારા એક જીવસામાન્યને દેખનારા અને વિશેષોને ન દેખનારા જીવોને તે બધા છવદ્રવ્ય છે' - એમ જણાય છે. અને જ્યારે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને માત્ર ખુલ્લાં રાખેલાં પર્યાયાર્થિક ચક્ષુ વડે જોવામાં આવે છે, ત્યારે જીવદ્રવ્યમાં રહેનારા નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ, દેવત્વ અને
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૪ -
• દ્રષ્ટિનો વિષય સિદ્ધત્વપર્યાયરૂપ અનેક વિશેષોને જેનારા અને સામાન્યને ન જોનારા જીવોને તે છવદ્રવ્ય અન્ય-અન્ય (નારકાદિ પર્યાયસ્વરૂપ) છે' - એમ ભાસિત થાય છે, કેમ કે દ્રવ્ય તે-તે વિશેષોના સમયે તન્મય હોવાથી તે-તે વિશેષોથી અનન્ય છે; છાણાં, ઘાસ, પાંદડાઓ અને કાષ્ઠમય અગ્નિની માફક.
જેવી રીતે ઘાસ, લાકડાં આદિનો અગ્નિ તે-તે સમયે જ ઘાસમય, લાકડાંમય હોવાથી ઘાસ, લાકડાં આદિથી અનન્ય છે; તેવી રીતે દ્રવ્ય તે-તે પર્યાયરૂપ વિશેષોના સમયે તેનાથી તન્મય હોવાથી અનન્ય છે.
- જ્યારે તે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બન્ને આંખોને એક જ સાથે ઉધાડી બન્નેથી એક સાથે જોવામાં આવે છે, ત્યારે નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વે, દેવત્વ અને સિદ્ધપર્યાયોમાં રહેનારા જીવસામાન્ય તથા જીવસામાન્યમાં રહેનારા નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ, દેવત્વ અને સિદ્ધપર્યાયરૂપ વિશેષો એક જ સાથે જોવામાં આવે છે.” - આચાર્ય અમૃતચન્દ્રના ઉક્ત કથનમાં સર્વાધિક ધ્યાન દેવા યોગ્ય વાત એ છે કે આમાં “સર્વથા” શબ્દનો પ્રયોગ થયો છે. જૈનદર્શનમાં ‘સર્વથા' શબ્દ છે જ નહિ – આ વાતનો હઠાગ્રહ રાખનારને આ કથન પર અવશ્ય ધ્યાન દેવું જોઈએ.
મૂળ સંસ્કૃત ટીકામાં એકાન્ત શબ્દનો પ્રયોગ છે, જેનો અનુવાદ હિન્દી ટીકાકારે “સર્વથા એમ કર્યો છે. નય એકાંતસ્વરૂપ જ હોય છે - આ વાતને “નયોની પ્રમાણિકતા' શીર્ષક હેઠળ સપ્રમાણ સ્પષ્ટ કરી જ દીધી છે. ત્યાં કહ્યું છે કે “સમ્યગેકા નય કહેવાય છે ને સમ્યગનેકાન્ત પ્રમાણ. મયવિવક્ષા વસ્તુના એક ધર્મનો નિશ્ચય કરવાવાળી હોવાથી 'એકાન્ત છે અને પ્રમાણવિરક્ષા વસ્તુના અનેક ધર્મોનો નિશ્ચય કરવાવાળી હોવાથી અનેકાન્ત છે.”
Page #114
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - પ્રકરણ - ૨ -
- ૧૦૫
જેકે જૈનદર્શન અનેકાન્તવાદી દર્શન છે, તોપણ તે અનેકાન્તમાં પણ એકાન્ત સ્વીકાર કરે છે. તેને સમ્યગનેકાન્તની સાથે સમ્યગેકાન્ત પણ સ્વીકાર્ય છે તથા મિથ્યા-એકાન્તની સાથે મિથ્યા-અનેકાન્ત પણ સ્વીકાર્ય નથી. આની વિશેષ જાણકારી માટે સાતમો અધ્યાય જુઓ ત્યાં જ અને “પણ” ના સંબંધમાં પણ વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.
દ્રવ્યાર્થિક ચક્ષુથી જોતી વખતે પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ રાખવાનું છે, કિંચિત્માત્ર પણ ઉઘાડું રાખવાનું નથી. જો પર્યાયાર્થિક ચક્ષને કિંચિત્માત્ર પણ ઉઘાડું રાખવામાં આવે તો દ્રવ્યાર્થિકનયનું વિષયભૂત દ્રવ્ય દેખાશે નહિ. આમ પર્યાયાર્થિક ચક્ષુથી જોતી વખતે દ્રવ્યાર્થિક ચક્ષને સર્વથા બંધ રાખવાનું છે, કિંચિત્માત્ર પણ ઉઘાડું રાખવાનું નથી; અન્યથા પર્યાયાર્થિકનયની વિષયભૂત પર્યાયો દેખાશે નહિ. એક નયની વિષયભૂત વસ્તુને જોવા માટે બીજા નયની આંખને પૂરી રીતે બંધ કરવી આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. પણ ધ્યાન રહે કે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોતી વખતે પર્યાયાર્થિક ચક્ષને માત્ર સર્વથા બંધ જ રાખવાનું છે, ફોડી નાખવાનું નથી, કેમ કે સર્વથા બંધ રાખવાથી સમ્યક્ર-એકાન્ત થાય છે અને ફોડી નાખવાથી મિથ્યા એકાન્ત.
જેમ લક્ષ્ય-બિન્દુને વીંધવા માટે બંદૂક વાપરતી વખતે એક આંખને પૂરી રીતે બંધ કરવી પડે છે, અન્યથા લક્ષ્યને વીંધી શકાતું નથી; તેમ આપણા વિષયના લક્ષ્યને વીંધવા માટે બીજા નયને સર્વથા ગૌણ કરવો પડે છે. વળી જેમ લક્ષ્યને વીંધવાના પ્રયોજનથી બીજી આંખને સર્વથા બંધ કરવી આવશ્યક છે, ફોડી નાખવાની જરૂર નથી; તેમ એક નયના વિષયના સ્પષ્ટ પ્રતિભાસ માટે અપર પક્ષને સર્વથા ગૌણ કરવો આવશ્યક છે, તેનો નિષેધ કરવો આવશ્યક નથી.
“આપણું કામ તો લક્ષ્યને વીંધવાનું જ છે, એમાં બીજી આંખને
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૬૦
- દ્રષ્ટિનો વિષય વારંવાર બંધ કરવી પડે છે; આ બંધ કરવાની ઝંઝટમાં વારંવાર કોણ પડે?” - આ વિકલ્પથી જો કોઈ લક્ષ્યવેધી (નિશાનબાજ) બીજી આંખ ફોડી જ નાખે તો તે એક આંખવાળો (કાણો) જ થઈ જશે. તેમ “આપણે તો માત્ર દ્રવ્યદૃષ્ટિથી પ્રયોજન છે, આ પર્યાયોને જાણવાથી શું લાભ છે? દ્રવ્યને જાણવા માટે વારંવાર પર્યાયાર્થિક નયની આંખ બંધ કરવી પડે છે.” આમ પર્યાયાર્થિકનયને સર્વથા ગૌણ કરવાની ઝંઝટથી બચવા માટે પોતાને આત્માર્થી માનનાર કોઈ અજ્ઞાની જે પર્યાયાંર્થિકનયનો સ્વીકાર જ ન કરે, તેનો સર્વથા નિષેધ જ કરી દે તો તેને એકાન્તી (મિથ્યાએકાન્તી) જ માનવામાં આવશે.
આમ “બગડવું કે સુધરવું તો પર્યાયમાં જ થાય છે; અતઃ તેને જ સુધારવાની-છે, સંભાળવાની છે, તેથી તેને જ જોતા-જાણતા રહેવાનું છે. પર્યાયને જોતી વખતે દ્રવ્યાર્થિક ચક્ષને વારંવાર બંધ કરવું પડે છે.” - આમ દ્રવ્યાર્થિનયને સર્વથા ગૌણ કરવાની ઝંઝટથી બચવા માટે જે કોઈ વ્યવહાર વિમૂઢ પર્યાયદષ્ટિવાળો દ્રવ્યાર્થિકનયનો સ્વીકાર જ ન કરે, તેનો સર્વથા નિષેધ જ કરી દે, તોપણ તે એકાન્તી (મિથ્યા એકાન્તી) જ માનવામાં આવશે. જે પર્યાયોને સુધારવાના ચક્કરમાં તેને જ જોતો રહેશે, દ્રવ્યને જોશે જ નહીં તો તેની પર્યાયનો સુધાર પણ સંભવ નથી; કેમ કે પર્યાયોનો સુધાર તો દ્રવ્યાધીન છે. કહેવાનો આશય એમ છે કે દ્રવ્યદષ્ટિવન્તને જ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. દ્રવ્ય પર દષ્ટિ જવાથી જે નવી પર્યાય પ્રગટ થાય છે, તે સુધરેલી કે નિર્મળ જ હોય છે.
“સર્વથા’ શબ્દનો પ્રયોગ જોકે મિથ્યા-એકાન્તના અર્થમાં પણ થાય છે, તોપણ સર્વત્ર આમ જ થાય છે – એવી વાત છે નહિ, કેમ કે સમ્યગેકાન્ત માટે પણ આનો પ્રયોગ જોવામાં આવે છે.
“સર્વથાશબ્દના વિભિન્ન પ્રયોગોના સંદર્ભમાં સમયસાર નાટકનો નીચે લખેલો છંદ પણ દ્રષ્ટવ્ય છે :
Page #116
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - પ્રકરણ - ૨
- ૧૦૭
જેમેં ફિટકડી લૌદ હરડેકી પુટ બિના,
સ્વેત વસ્ત્ર ડારિયે મજીઠ રંગ નીરમેં ભીગ્યો રહે ચિરકાલ સર્વથા ન હોઈ લાલ,
ભેદે નહિ અંતર સફેદી રહૈ ચીરમૈ ” આ છંદમાં ‘સર્વથા' શબ્દનો પ્રયોગ એક પ્રકારથી કથંચિત્ના અર્થમાં જ થયો છે. “સર્વથા ન હોઈ લાલ” નો અર્થ એવો નથી કે વસ્ત્ર બિલકુલ લાલ નહીં થાય, પરંતુ એમ જ છે કે સંપૂર્ણતઃ લાલ નહીં થાય, પરંતુ થોડું-થોડું લાલ થશે; પણ આ જાતના પ્રયોગ નિષેધપરક કથનોમાં જ થાય છે, આમ બીજા પણ અનેક પ્રકારના પ્રયોગ જિનવાણીમાં ઠેરઠેર જોવા મળે છે.
પ્રવચનસારના આ પ્રકરણમાં સર્વથા બંધ કરવાનો અર્થ સર્વથા ગૌણ કરવાના અર્થમાં જ છે, આને આપણે આ પ્રકારે સમજી શકીએ છીએ :
“ટ્રવ્યાર્થિકનયથી વસ્તુ સર્વથા નિત્ય છે અર્થાત્ નિત્ય જે છે, પર્યાયાર્થિકનયથી વસ્તુ સર્વથા અનિત્ય છે અર્થાત્ અનિત્ય જ છે અને પ્રમાણથી વસ્તુ નિત્યાનિત્યાત્મક છે અર્થાત્ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે.”
ઉક્ત કથનમાં આપ સ્પષ્ટ જોશો કે “સર્વથા’ શબ્દનો પ્રયોગ એક પ્રકારથી જ' ના અર્થમાં જ થાય છે. નયોના સંદર્ભમાં જ્યારે નિત્યતા મુખ્ય છે, વિવક્ષિત છે તો અનિત્યતા પૂરી રીતે ગૌણ છે, અવિવક્ષિત છે. આ પ્રમાણે જ્યારે નિત્યતા મુખ્ય છે. વિવક્ષિત છે તો અનિત્યતા પૂરી રીતે ગૌણ છે, અવિવક્ષિત છે. આ પ્રમાણે જ્યારે અનિત્યતા મુખ્ય છે, વિવક્ષિત છે તો નિત્યતા પૂરી રીતે ગૌણ છે, અવિવક્ષિત છે. વળી જ્યારે પ્રમાણની વાત આવે છે તો મુખ્યતા-ગૌણતાનો પ્રશ્ન જ સમાપ્ત થઈ જાય છે અથવા એમ
Page #117
--------------------------------------------------------------------------
________________
- ૧૦૮૦
• દ્રષ્ટિનો વિષય પણ કહી શકાય કે બંને પક્ષ સમાન રૂપથી જ મુખ્ય થઈ જાય છે, વિવક્ષિત થઈ જાય છે.
“સર્વથા’ શબ્દનો મર્મ સમજવા માટે આપણે થોડા ઊંડાણમાં જવું પડશે. જેમ કે :| સર્વ = બધા (દ્રવ્ય-અપેક્ષા); સર્વત્ર = બધી જગ્યાએ (ક્ષેત્રઅપેક્ષા)
સર્વદા = પ્રતિ સમય (કાળ-અપેક્ષા); સર્વથા = સર્વ પ્રકારે (ભાવ-અપેક્ષા)
ઉપરના શબ્દાર્થોથી એક વાત પ્રતિફલિત થાય છે કે “સર્વ શબ્દ દ્રવ્યવાચી, સર્વત્ર શબ્દ ક્ષેત્રવાચી, ‘સર્વદા' શબ્દ કાળવાચી અને સર્વથા’ શબ્દ ભાવવાચી છે.
પ્રત્યેક પદાર્થ સ્વચતુષ્ટયની અપેક્ષાએ જ સત્ છે. તેના સ્વચતુષ્ટય – સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ જ છે. આનો અર્થ એમ થાય છે કે વસ્તુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમય છે; તેને આના જ માધ્યમથી સમજી શકાય છે, સમજાવી શકાય છે.
- જ્યારે આપણે એમ કહીએ છીએ કે ઈમાનદારીનો સર્વત્ર અભાવ છે તો આનો અર્થ ‘ક્યાંય પણ ઈમાનદારી છે નહિ એમ થાય છે. આ વાક્યથી ઈમાનદારીનો નિષેધ બધા ક્ષેત્રોમાં તો થાય છે, પણ બધા કાળોમાં નહિ. આમ જ્યારે આપણે એમ કહીએ કે હું સર્વદા સત્ય બોલું છું' તો આ કથન ત્રિકાળની બાબતમાં છે, બધા દ્રવ્યો અને ક્ષેત્રોની બાબતમાં નથી. આમ જ્યારે આપણે “સર્વથા' શબ્દનો પ્રયોગ કરીએ છીએ ત્યારે તેનો અર્થ માત્ર સર્વભાવ જ થાય છે; સર્વક્ષેત્ર, સર્વકાળ અને સર્વદ્રવ્ય ક્યારેય નહિ. આમ “સર્વથા' શબ્દનો અર્થ ભાવ અપેક્ષાથી જ ઘટિત થાય છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૯
પરિશિષ્ટ - પ્રકરણ - ૨ -
અહીં સર્વથા બંધ કરવામાં પણ ભાવાપેક્ષાની જ વાત છે અર્થાત્ સદાકાળ બંધ રાખવાનો નથી. બસ, જ્યારે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોઈએ ત્યારે જ પર્યાયાર્થિકનયના ચક્ષુને બંધ રાખવાનું છે; દ્રવ્યાર્થિકનયથી જેવાવાળાઓએ જ પર્યાયાર્થિકનયના ચક્ષને બંધ રાખવાનું છે, બધાએ નહીં. આમ “સર્વત્ર ની બાબતમાં પણ સમજી લેવું જોઈએ.
આમ સર્વથા બંધ કરવાનો અર્થ બધાને નહીં, માત્ર તેને કે જે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોઈ રહ્યો હોય, હંમેશા નહીં, માત્ર તે સમયે જ્યારે તે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોઈ રહ્યો હોય; સર્વત્ર નહીં, માત્ર તે ક્ષેત્રમાં જે ક્ષેત્રમાં તે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોઈ રહ્યો હોય; એમ થાય છે.
બીજી રીતે વિચાર કરીએ તો ‘સર્વથા’ શબ્દનો અર્થ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ – ચારેચારની અપેક્ષાએ થાય છે. સર્વ, સર્વત્ર, સર્વદા અને સર્વથા – આ ક્રમમાં ‘સર્વથા અંતિમ શબ્દ છે; તેથી-આનો પ્રયોગ ચારે ચારના સમુદાયમાં પણ થઈ શકે છે; થાય પણ છે. જેમ કે :અગ્નિ સર્વથા ગરમ છે, જીવ સર્વથા ચિસ્વરૂપ છે, પુદ્ગલ સર્વથા રૂપી છે – આ ઉદાહરણોમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ – આ બધી અપેક્ષાઓ આવી જાય છે. બધી અગ્નિ ગરમ છે, તેનો સ્વભાવ પણ ગરમ જ છે. આમ પ્રત્યેક જીવ ચિસ્વરૂપ છે, પ્રત્યેક જીવનો પ્રત્યેક પ્રદેશ ચિસ્વરૂપ છે અને પ્રત્યેક જીવનો સ્વભાવ પણ ચિસ્વરૂપ જ છે. આમ પુદ્ગલ પર પણ સમજી લેવું જોઈએ.
આમ આપણે જોઈએ છીએ કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ - ચારેયમાં ઘટિત કરવા છતાં પણ “સર્વથા’ શબ્દથી મિથ્યા-એકાન્ત નહીં થાય, કારણ કે જીવ સ્વચતુષ્ટયથી ચિસ્વરૂપ જ છે. અગ્નિ સ્વચતુષ્ટયથી ગરમ જ છે અને પુદ્ગલ સ્વચતુષ્ટયથી રૂપી જ છે. વસ્તુતઃ વાત એમ છે કે સર્વથા શબ્દને જો અપરપક્ષની ગૌણતાના અર્થમાં જ સમજવામાં આવેતો મિથ્યા
Page #119
--------------------------------------------------------------------------
Page #120
--------------------------------------------------------------------------
Page #121
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
પ્રકરણ - ૩ અન્વચદ્રવ્યાર્થિકનય વિષે
ડો. હુકમચંદજી ભારિલ્લ કૃત “પરમભાવપ્રકાશકનયચક ના - “દ્રવ્યાર્થિકનય - ભેદ, પ્રભેદ' પ્રકરણમાંથી :
સામાન્ય-વિશેષાત્મક આત્મવસ્તુના નિત્ય, એક, અભેદરૂપ સામાન્યાંશને વિષય બનાવવાવાળો દ્રવ્યાર્થિકનય કે એક જ છે, કારણ કે જેનો વિષય એક હોય, તે અનેક પ્રકારનો કઈ રીતે હોઈ શકે છે ? જેનો વિષય અભેદ હોય, તેના ભેદ કઈ રીતે સંભવે છે ? તેમ છતાં જિનાગમમાં પ્રયોજનવશ તેના પણ ભેદ કરવામાં આવ્યા છે.
વસ્તુનો જે અંશ (દ્રવ્યાંશ) દ્રવ્યાર્થિકનયનો વિષય છે, તે શુદ્ધ છે કે અશુદ્ધ અથવા તે બન્નેયથી નિરપેક્ષ તત્વ છે ? આ પ્રકારના જે અનેક પ્રશ્ન (વિકલ્પ) તેના વિષે ઉપસ્થિત થાય છે, તેમનું સમુચિત સમાધાન કરવું એ જ જિનાગમમાં નિરૂપિત દ્રવ્યાર્થિકનયના ભેદપ્રભેદોનું મૂળ પ્રયોજન છે.
- જિનાગમમાં દ્રવ્યાર્થિકનયના સામાન્યપણે બે ભેદ કરવામાં . આવ્યા છે :
૧. શુદ્ધ દ્રવ્યાર્થિકનય તથા ૨. અશુદ્ધદ્રવ્યાર્થિકનય.
Page #122
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - પ્રકરણ - ૩
૧૧૩
વિશેષરૂપે તેના ઘણાં ભેદ પણ બતાવવામાં આવ્યા છે :૧. કપાધિનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનય ૨. ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનય ૩. ઉત્પાદવ્યયનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકન્ય ૪. કમોંપાધિસાપેક્ષ અશુદ્ધવ્યાર્થિકનય ૫. ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધવ્યાર્થિકનય ૬.ઉત્પાદવ્યયસાપેક્ષ અશુદ્ધદ્રવ્યાર્થિકનય ૭. અન્વય દ્રવ્યાર્થિકનય
૮. સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય ૯. પદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકના ૧૦. પરમભાવગ્રાહી દ્રવ્યાર્થિકનય - ‘દ્રવ્યસ્વભાવપ્રકાશક નયચક્ર અનુસાર –
જે નય સમસ્ત સ્વભાવોમાં આ દ્રવ્ય છે - એ પ્રમાણે અન્વયરૂપે દ્રવ્યની સ્થાપના કરે છે, તે અન્વય દ્રવ્યાર્થિકનય છે.
સામાન્ય ગુણ આદિને અન્વયરૂપે દ્રવ્ય એવી વ્યવસ્થા જે કરે છે, તે અન્વયદ્રવ્યાર્થિક છે અર્થાત્ અવિછિન્નરૂપે ચાલ્યા આવતા ગુણોના પ્રવાહમાં જે દ્રવ્યની વ્યવસ્થા કરે છે, તેને જ દ્રવ્ય માને છે, તે અન્વયદ્રવ્યાર્થિક છે.
અનંતગુણાત્મકની જેમ વસ્તુ અનંતસ્વભાવાત્મક પણ છે. જેમકે આત્મા જ્ઞાનસ્વભાવી છે, દર્શનસ્વભાવી છે, સુખસ્વભાવી છે, અસ્તિસ્વભાવી છે, નાસ્તિસ્વભાવી છે, નિત્યસ્વભાવી છે, અનિત્યસ્વભાવી છે, ભિન્નસ્વભાવી છે, અભિન્નસ્વભાવી છે, એકસ્વભાવી છે, અનેકસ્વભાવી છે, કેવળજ્ઞાનસ્વભાવી છે ઈત્યાદિ. આ બધા સ્વભાવોમાં કોઈ ગુણસ્વભાવ છે, કોઈ પર્યાયસ્વભાવ છે. આમ આત્મા ગુણપર્યાયસ્વભાવી છે. આ બધા સ્વભાવોમાં ‘આ આત્મા છે એ રીતે અન્વયરૂપે દ્રવ્યની સ્થાપના કરવી તે અન્વયદ્રવ્યાર્થિકનયનું કાર્ય છે.
જોકે દ્રવ્યના અનંતસ્વભાવોનું કથન કરવું સંભવ નથી, તોપણ
Page #123
--------------------------------------------------------------------------
Page #124
--------------------------------------------------------------------------
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૬
– દ્રષ્ટિનો વિષય જેમ દ્રવ્યનું વાસ્તુ સમગ્રપણા વડે (અખંડપણા વડે) એક હોવા છતાં, વિસ્તાર ક્રમમાં પ્રવર્તનારા તેના જે સૂક્ષ્મ અંશો તે પ્રદેશો છે, તેમ દ્રવ્યની વૃત્તિ સમગ્રપણા વડે એક હોવા છતાં, પ્રવાહકમમાં પ્રવર્તનારા તેના જે સૂક્ષ્મ અંશો તે પરિણામો છે. જેમ વિસ્તારકમનું કારણ પ્રદેશોનો પરસ્પર વ્યતિરેક છે, તેમ પ્રવાહકમનું કારણ પરિણામોનો પરસ્પર ૨વ્યતિરેક છે.
જેમ તે પ્રદેશો પોતાના સ્થાનમાં સ્વરૂપથી ઉત્પન્ન ને પૂર્વરૂપથી વિનષ્ટ હોવાથી તથા સર્વત્ર (બધેય) પરસ્પર અનુસૂતિથી રચાયેલા એકવાસ્તુપણા વડે અનુત્પન્ન-અવિનષ્ટ હોવાથી ઉત્પતિ-સંહારધ્રૌવ્યાત્મક છે, તેમ તે પરિણામો પોતાના અવસરમાં સ્વ-રૂપથી ઉત્પન્ન ને પૂર્વરૂપથી વિનષ્ટ હોવાથી તથા સર્વત્ર પરસ્પર અનુસ્મૃતિથી રચાયેલા એકપ્રવાહપણા વડે અનુત્પન્ન-અવિનષ્ટ હોવાથી ઉત્પત્તિ-સહારધ્રૌવ્યાત્મક છે. વળી જેમ વાસ્તુનો જે નાનામાં નાનો (છેવટનો) અંશ પૂર્વપ્રદેશના વિનાશ સ્વરૂપ છે તે જ (અંશ) ત્યાર પછીના પ્રદેશના ઉત્પાદસ્વરૂપ છે તથા તે જ પરસ્પર અનુસ્મૃતિથી રચાયેલા એકવાસ્તુપણા વડે અનુભયસ્વરૂપ છે (અર્થાત્ બેમાંથી એકે સ્વરૂપે નથી), તેમ પ્રવાહનો જે નાનામાં નાનો અંશ પૂર્વપરિણામના વિનાશ સ્વરૂપ છે તે જ ત્યારપછીના પરિણામના ઉત્પાદસ્વરૂપ છે તથા તે જે પરસ્પર અનુસ્મૃતિથી રચાયેલા એક પ્રવાહપણા વડે અનુભયસ્વરૂપ છે.
આ પ્રમાણે સ્વભાવથી જ ત્રિલક્ષણ પરિણામપદ્ધતિમાં
૧. વૃત્તિ = વર્તવું તે; હોવું તે; હોવાપણું; હયાતી ૨. વ્યતિરેક = ભેદ; (એકનો બીજામાં) અભાવ. (એક પરિણામ તે બીજા પરિણામરૂપ નથી
તેથી દ્રવ્યના પ્રવાહમાં ક્રમ છે.) ૩. અનુસ્મૃતિ = અન્વયપૂર્વક જોડાણ. (સર્વ પરિણામો પરસ્પર અન્વયપૂર્વક ગૂંથાયેલા
(જોડાયેલા) હોવાથી તે બધા પરિણામો એકપ્રવાહ૫ણે છે તેથી તેઓ ઉત્પન્ન કે વિનષ્ટ નથી.)
Page #126
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - પ્રકરણ - ૪ -
-૧૧૭ (પરિણામોની પરંપરામાં) વર્તતું દ્રવ્ય સ્વભાવને નહિ 'અતિક્રમતું હોવાથી સત્ત્વને ત્રિલક્ષણ જ અનુમોદવું - મોતીના હારની માફ્ટ. (તે આ રીતે.) જેમ જેણે (અમુક) લંબાઈ ગ્રહણ કરેલી છે એવા લટકતા મોતીના હારને વિષે, પોતપોતાનાં સ્થાનોમાં પ્રકાશમાં સમસ્ત મોતીઓમાં, પછીપછીનાં સ્થાનોએ પછી પછીનાં મોતીઓ પ્રગટ થતાં હોવાથી અને પહેલાંપહેલાંનાં મોતીઓ નહિ પ્રગટ થતાં હોવાથી તથા બધેય પરસ્પર અનુસ્મૃતિ રચનારો દોરો અવસ્થિત હોવાથી ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે; તેમ જેણે 'નિત્યવૃત્તિ ગ્રહણ કરેલી છે એવા રચાતા (પરિણમતા) દ્રવ્યને વિષે, પોતપોતાના અવસરોમાં પ્રકાશતા (પ્રગટતા) સમસ્ત પરિણામોમાં, પછી પછીના અવસરોએ પછી પછીના પરિણામો પ્રગટ થતા હોવાથી અને પહેલા પહેલાંના પરિણામો નહિ પ્રગટ થતા હોવાથી તથા બધેય પરસ્પર અનુસ્મૃતિ રચનારો પ્રવાહ અવસ્થિત (-ટકતો) હોવાથી ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે.
ભાવાર્થ - દરેક દ્રવ્ય સદાય સ્વભાવમાં રહે છે તેથી “સત્ છે. તે સ્વભાવ ઉત્પાદવ્યયધ્રૌવ્યસ્વરૂપ પરિણામ છે. જેમ દ્રવ્યના વિસ્તારનો નાનામાં નાનો અંશ તે પ્રદેશ છે, તેમ દ્રવ્યના પ્રવાહનો નાનામાં નાનો અંશ તે પરિણામ છે. દરેક પરિણામ સ્વ-કાળમાં પોતાના રૂપે ઊપજે છે, પૂર્વ રૂપથી નાશ પામે છે અને સર્વ પરિણામોમાં એકપ્રવાપણું હોવાથી દરેક પરિણામ ઉત્પાદ-વિનાશ વિનાનો એકરૂપ-ધ્રુવ રહે છે. વળી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાં સમયભેદ નથી, ત્રણેય એક જ સમયે છે. આવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક પરિણામોની પરંપરામાં દ્રવ્ય સ્વભાવથી જ સદાય રહેતું હોવાથી દ્રવ્ય પોતે પણ, મોતીના હારની માફક, ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક છે. ૯૯
૧. અતિક્રમતું = ઓળંગતું; છોડતું. ૨. સત્ત્વ = સત્પણું; (અભેદન) દ્રવ્ય ૩. ત્રિલક્ષણ = ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય એ ત્રણ લક્ષણવાળું ત્રિસ્વરૂપ; ત્રયાત્મક ૪. અનુમોદવું = આનંદથી સંમત કરવું. ૫. નિત્યવૃતિ = નિત્ય ટકવાપણું; નિત્ય હયાતી; સદા વર્તવું તે.
Page #127
--------------------------------------------------------------------------
Page #128
--------------------------------------------------------------------------
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૦૦
• દ્રષ્ટિનો વિષય આ રીતે પરથી ભિન્ન, પ્રમત્ત-અપ્રમત્ત પર્યાયોથી ભિન્ન તેમજ ગુણભેદથી પણ ભિન્ન જ્ઞાયકભાવ અનુભૂતિમાં આવતો શુદ્ધ કહેવાય છે. ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભાવની શુદ્ધતાનું વાસ્તવિક સ્વરૂપ આ જ છે અને આ જ શુદ્ધસ્વભાવ દષ્ટિનો વિષય છે, ધ્યાનનું ધ્યેય છે અને પરમશુદ્ધનિશ્ચયનયનો વિષયભૂત પરમપદાર્થ છે તથા પરમભાવગ્રાહી દ્રવ્યાર્થિકનયનો વિષયભૂત પરમપરિણામિક ભાવ છે; એને જ અહીં શુદ્ધ-જ્ઞાયકભાવ શબ્દથી વર્ણવ્યો છે.
અહીં એ પ્રશ્ન થઈ શકે છે કે ગુણભેદ પણ વસ્તુનો સ્વભાવ છે, પર્યાયો પણ વસ્તુનો અંશ છે; તેમનો મૂળ વસ્તુમાં નિષેધ કઈ રીતે કરી શકાય ?
આ જ પ્રકારનો પ્રશ્ન ઉઠાવતાં પંડિત જયચંદજી છાબડા આ ગાથાના ભાવાર્થમાં લખે છે :
‘આમ અભેદમાં ભેદ કરવામાં આવે છે, માટે તે વ્યવહાર છે. જો પરમાર્થથી વિચારવામાં આવે તો એક દ્રવ્ય અનંત પર્યાયોને અભેદરૂપે પીને બેઠું છે, તેથી તેમાં ભેદ નથી.
અહીં કોઈ કહી શકે છે કે પર્યાયો પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ નથી; તો પછી તેમને વ્યવહાર કેમ કહી શકાય ?
તેનું સમાધાન આ છે - એ ઠીક છે, પરંતુ અહીં દ્રવ્યદષ્ટિથી અભેદને પ્રધાન કરીને ઉપદેશ આપ્યો છે. અભેદદષ્ટિમાં ભેદને ગૌણ કરવાથી જ અભેદ સારી રીતે સમજી શકાય છે. માટે ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં એ અભિપ્રાય છે કે ભેદદષ્ટિમાં પણ નિર્વિકલ્પ દશા થતી નથી અને સરાગીને વિકલ્પો થતાં રહે છે, તેથી જ્યાં સુધી રાગાદિક દૂર થઈ જતા નથી, ત્યાં સુધી ભેદને ગૌણ કરીને
Page #130
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - પ્રકરણ - ૫
૦ ૧૨૧
અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવ્યો છે. વીતરાગ થયા પછી ભેદભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે, ત્યાં નયનું આલંબન જ રહેતું નથી.'
પર્યાયાર્થિક નયનો વિષય હોવાથી ગુણભેદને પણ પર્યાય કહે છે. ગુણોને તો સહભાવી પર્યાયો કહેવાય જ છે. અહીં જ્યચંદજીના ભાવાર્થમાં પર્યાય શબ્દનો જે ઉપયોગ થયો છે તે ગુણ અને ગુણભેદના અર્થમાં જ સમજવો જોઈએ. ભાવાર્થને ધ્યાનપૂર્વક વાંચવાથી આ વાત સહજ જ સ્પષ્ટ થઈ જાય છે.
જયચંદજી છાબડાના ભાવાર્થમાં ઉઠાવાયેલા પ્રશ્ન અને અપાયેલા ઉત્તરનું જે સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવશ્રીએ કર્યું છે, તેનો સાર આ પ્રમાણે
“શિષ્યનો પ્રશ્ન બરાબર સમજવો જોઈએ. ગુણભેદરૂપ પર્યાય દ્રવ્યનો જ અંશ છે; અવસ્તુ નથી. અહીં અવસ્તુનો અર્થ પરવસ્તુ સમજવો જોઈએ. જે રીતે શરીર પરવસ્તુ છે, કર્મ પરવસ્તુ છે; ભેદરૂપ પર્યાય તે પ્રકારની પરવસ્તુ નથી. પર્યાય તો સ્વદ્રવ્યનો જ અંશ છે, તેથી નિશ્ચય છે, તેને વ્યવહાનય કેમ કહી શકાય ? - આ છે શિષ્યનો પ્રશ્ન.
આ જ પ્રશ્નના ઉત્તરમાં અહીં કહે છે કે જોકે પર્યાય વસ્તુનો જ ભેદ છે, અવસ્તુ નથી, પરવસ્તુ નથી, તેમ છતાં અહીં પર્યાયદષ્ટિ છોડાવીને દ્રવ્યદષ્ટિ કરાવવાનું પ્રયોજન હોવાથી અભેદને મુખ્ય કરીને ઉપદેશ આપ્યો છે. ભેદને ગૌણ કરવાથી જ અભેદ સારી રીતે પ્રતિભાસિત થાય છે, માટે અહીં ભેદને ગૌણ કર્યો છે. ધ્યાન રાખજો, અહીં ભેદને (ભેદરૂપ વ્યવહારને) ગૌણ કર્યો છે, તેનો અભાવ નથી કર્યો. -
અહીં અભિપ્રાય એ છે કે ભેદદષ્ટિમાં નિર્વિકલ્પદશા થતી નથી, સમ્યગ્દર્શન થતું નથી, પરંતુ રાગ જ ઉત્પન્ન થાય છે. અનંતગુણાત્મક,
Page #131
--------------------------------------------------------------------------
Page #132
--------------------------------------------------------------------------
Page #133
--------------------------------------------------------------------------
________________
દ્રષ્ટિનો વિષય
પ્રશ્ન :- પ્રત્યેક વસ્તુ સ્વચતુષ્ટયસહિત હોય છે. સ્વચતુષ્ટય વગર વસ્તુની કલ્પના પણ કરી શકાતી નથી. જેમ પ્રત્યેક વસ્તુ સ્વયં દ્રવ્ય છે, તેના પ્રદેશ તેનું ક્ષેત્ર છે, તેના ગુણ તેનો ભાવ છે; તેવી જ રીતે તેની પર્યાયો તેનો કાળ છે. દૃષ્ટિના વિષયમાં ગુણભેદનો નિષેધ કરીને પણ ગુણોને અભેદરૂપ રાખીને ‘ભાવ’ ને સુરક્ષિત કરી દીધો, પ્રદેશભેદનો નિષેધ કરીને પણ પ્રદેશોને અભેદરૂપે રાખીને ‘ક્ષેત્ર’ ને સુરક્ષિત કરી દીધું, તેવી જ રીતે પર્યાયભેદનો નિષેધ કરીને પર્યાયોને અભેદરૂપ રાખીને ‘કાળ’ ને પણ સુરક્ષિત કરી દેવો જોઈએ; પરંતુ આપ તો પર્યાયોનો સર્વથા નિષેધ કરી વસ્તુને કાળથી અખંડિત રહેવા દેવા માંગતા નથી; આ જ સમયસારમાં આગળ ભાવના ભાવવામાં આવી છે કે, ન દ્રવ્યેળ સ્વયામિ, ન ક્ષેત્રેળ સંધ્યામિ, ન ાલેન યામિ, ન માવેન
खंड्यामि, सुविशुध्ध अको ज्ञानमात्र भावोऽस्मि १
ન હું દ્રવ્યથી ખંડિત છું, ન ક્ષેત્રથી ખંડિત છું, ન કાળથી ખંડિત છું અને ન ભાવથી ખંડિત છું; હું તો સુવિશુદ્ધ એક જ્ઞાનમાત્ર ભાવ છું. આ ભાવનામાં આત્માને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પૂર્ણતઃ અખંડિત રાખવામાં આવ્યો છે.
૧૨૪
ઉત્તર : – દૃષ્ટિના વિષયભૂત ભગવાન આત્માને સામાન્ય અનાદિ-અનંત ત્રિકાળીધ્રુવ નિત્ય, અસંખ્યાત પ્રદેશી-અભેદ, તેમજ અનંતગુણાત્મક – અખંડ, એક કહેવામાં આવ્યો છે. એમાં જેમ સામાન્ય કહીને દ્રવ્યને અખંડ રાખ્યું છે, અસંખ્યપ્રદેશી-અભેદ કહીને ક્ષેત્રને અખંડ રાખ્યું છે; તેવી જ રીતે અનાદિ-અનંત ત્રિકાળીધ્રુવ નિત્ય કહીને કાળને પણ અખંડ રાખવામાં આવ્યો છે. અંતમાં એક કહીને બધા પ્રકારની અનેકતાનો નિષેધ કર્યો છે. આ રીતે દૃષ્ટિના વિષયભૂત ત્રિકાળીધ્રુવ
Page #134
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - પ્રકરણ - પ
–
૦ ૧૨૫
દ્રવ્યમાં સ્વકાળનો નિષેધ નથી કરવામાં આવ્યો, પરંતુ વિશિષ્ટ પર્યાયોનો જ નિષેધ કરવામાં આવ્યો છે.
ભૂતકાળની પર્યાયોનો તો નાશ થઈ જ ગયો છે, ભવિષ્યની પર્યાયો હજુ ઉત્પન્ન થઈ નથી અને વર્તમાન પર્યાય સ્વયં દષ્ટિ છે, જે વિષયી છે; તે દષ્ટિના વિષયમાં કઈ રીતે મળી શકે ? વિષય બનાવનારના રૂપમાં તો તે ભળેલી જ છે; કેમકે વર્તમાન પર્યાય જ્યાં સુધી દ્રવ્ય તરફ ન ઢળે, તેની સન્મુખ ન થાય, તેને ન સ્પર્શે, તેમાં તન્મય ન થાય, તેમાં એકાકાર ન થઈ જાય ત્યાં સુધી આત્માનુભૂતિની પ્રક્રિયા પણ સંપન્ન થઈ શકતી નથી. આમ વર્તમાન પર્યાય અનુભૂતિના કાળમાં દ્રવ્યની સન્મુખ થઈને દ્રવ્યથી અભેદ તો થાય જ છે, પરંતુ આ અભેદ અન્ય પ્રકારનું છે, ગુણો અને પ્રદેશોના અભેદ જેવું નથી.
આ રીતે દષ્ટિનું વિષયભૂત દ્રવ્ય કાળથી પણ ખંડિત થતું નથી અને ઉત્પન્નધ્વંસી પર્યાય, દષ્ટિના વિષયમાં ભળતી પણ નથી.
- પ્રવચનસારની લક્ષ્મી ગાથાની અમૃતચંદ્રાચાર્ય કૃત તત્ત્વપ્રદીપિકા નામની ટીકામાં પ્રદેશોની અખંડતાને વસ્તુની સમગ્રતા અને પરિણામોની અખંડતાને વૃત્તિની સમગ્રતા કહી છે. તથા બન્નેના વ્યતિરેકોને ક્રમશઃ પ્રદેશ અને પરિણામ કહીને પ્રદેશોના ક્રમનું કારણ પ્રદેશોનો પરસ્પર વ્યતિરેક છે અને પ્રવાહકમનું કારણ પરિણામો પર્યાયો) નો પરસ્પર વ્યતિરેક છે - એમ કહ્યું છે.
આ તથ્યના ઊંડાણમાં જતાં એક વાત સ્પષ્ટ થાય છે કે જે વિસ્તારક્રમનું કારણ પ્રદેશોનો વ્યતિરેક છે અને પ્રવાહકમનું કારણ પરિણામોનો વ્યતિરેક છે, તો પ્રદેશો અને પરિણામોનો અન્વય અર્થાત્ અનુસૂતિથી રચિત વિસ્તાર અને પ્રવાહ-ક્ષેત્ર અને કાળની સમગ્રતા
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨.
-- દ્રષ્ટિનો વિષય
(અખંડતા) ના કારણ હોવા જોઈએ. આમ એ સહજ જ ફલિત થાય છે કે વસ્તુની સમગ્રતા ક્ષેત્રની અખંડતા છે અને વૃત્તિની સમગ્રતા કાળની અખંડતા છે. તાત્પર્ય એ છે કે પરિણામોમાં સર્વત્ર પરસ્પર અનુસ્મૃતિથી રચિત એક પ્રવાહ જે કાળની અખંડતા છે.
- આ રીતે એ અત્યંત સ્પષ્ટ છે કે પ્રવાહની નિરંતરતાને પણ નિત્યતા કહે છે, કેમકે નિત્યતા અને અનિત્યતામાં કાળની અપેક્ષા જ મુખ્ય છે. આથી નિત્યનો અર્થ, વસ્તુની સદા ઉપસ્થિતિ એટલો જ માત્ર - યોગ્ય નથી, પરંતુ તેમાં પ્રવાહની નિરંતરતા પણ જોડાયેલી છે. આ નિત્યતા જ કાળની અખંડતા છે, જે દષ્ટિના વિષયનું અભિન્ન અંગ છે.
પ્રશ્ન- આ રીતે કાળની અખંડતાને સુરક્ષિત રાખવાથી દ્રવ્યાર્થિકનયના વિષયભૂત દ્રવ્યમાં અર્થાત્ દષ્ટિના વિષયમાં પર્યાય ભળી નહિ જાય? કેમકે પરિણામોના અન્વયને જ તો કાળની અખંડતા કહેવાય રહી છે. જ્યારે પરિણામોનો અન્વય દષ્ટિના વિષયમાં આવી ગયો તો પરિણામ પણ આવી જ ગયા સમજો.
ઉત્તરઃ- એમ વાત નથી કેમકે આચાર્ય જયસેન અન્વયને ગુણનું અને વ્યતિરેકને પર્યાયનું લક્ષણ કહે છે. તેમના મૂળ શબ્દો આપ્રમાણે છે :
"अन्ययिनो गुणा अथवा सहभुवा गुणा इति गुणलक्षणम् । व्यतिरेकणः पर्याया अथवा क्रमभुवः पर्याया इति पर्याय लक्षणम् ।"१
આ કથનથી એ સ્પષ્ટ છે કે અનુસ્મૃતિથી રચિત પ્રવાહ ગુણ છે, પર્યાય નહીં. કાળનો અન્વય (અખંડ પ્રવાહ) ગુણ છે અને કાળનો વ્યતિરેક પર્યાયો છે. આ રીતે કાળની અખંડતા દષ્ટિના વિષયમાં આવવા છતાં પણ પર્યાયો તેમાં આવતી નથી.
Page #136
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - પ્રકરણ - ૫
-૨૧૨૭
ગુણ, પ્રદેશ અને પર્યાય ક્રમશઃ ભાવ, ક્ષેત્ર અને કાળના વાચક છે. સામાન્ય અને વિશેષ દ્રવ્યના ભેદ છે, એક અને અનેક ભાવના ભેદ છે, અભેદ અને ભેદ ક્ષેત્રના ભેદ છે તથા નિત્ય અને અનિત્ય કાળના ભેદ છે. તેમાં દ્રવ્યદષ્ટિનો વિષય સામાન્ય, એક, અભેદ તેમજ નિત્ય દ્રવ્ય બને છે અને પર્યાય દષ્ટિનો વિષય વિશેષ, અનેક, ભેદ તેમજ અનિત્ય પર્યાયો બને છે.
પર્યાયદષ્ટિનો વિષય બનવાને કારણે વિશેષ, અનેક, ભેદ તેમજ અનિત્યતાને પર્યાય કહેવાય છે અને દ્રવ્યદષ્ટિનો વિષય બનવાને કારણે સામાન્ય, એક, અભેદ તેમજ નિત્યતાને દ્રવ્ય કહેવાય છે. આ જ દ્રવ્ય દ્રવ્યદષ્ટિનો વિષય બને છે અને એના જ આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની પ્રાપ્તિ થાય છે. આ દ્રવ્યમાં સામાન્યના રૂપમાં દ્રવ્ય, એકના રૂપમાં અનંતગુણોનો અખંડપિંડ, અભેદના રૂપમાં અસંખ્ય પ્રદેશોનો અખંડ પિંડ અને નિત્યના રૂપમાં અનંતાનંત પર્યાયોનો સામાન્યાંશ અથવા વૃત્તિની અનુસ્મૃતિથી રચિત પ્રવાહ સામેલ છે. આમ દષ્ટિના વિષયમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અખંડતા - એક્તા વિદ્યમાન રહે છે.
પ્રશ્ન - અહીં તો આપે વિશેષને પર્યાયાર્થિક નયનો વિષય બનાવીને દષ્ટિના વિષયમાંથી કાઢી નાખ્યો છે, પણ ૭૩મી ગાથાની ટીકામાં તો સામાન્ય-વિશેષાત્મક દ્રવ્યને જ દષ્ટિનો વિષય બતાવ્યો છે.
ઉત્તર - ત્યાં સામાન્યનો અર્થ દર્શનગુણ તેમજ વિશેષનો અર્થ જ્ઞાનગુણ લીધો છે. તેથી ત્યાં સામાન્ય-વિશેષાત્મક દ્રવ્યનો અર્થ જ્ઞાનદર્શન સ્વભાવી ભગવાન આત્મા જ છે.
આ પ્રશ્ન - દ્રવ્ય શબ્દનો પ્રયોગ તો અનેક અર્થોમાં થાય છે. તેમાં દષ્ટિનો વિષય કર્યું દ્રવ્ય છે ?
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૮
• દ્રષ્ટિનો વિષય
ઉત્તર – દરેક વસ્તુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમય હોય છે. વસ્તુના આ ચાર પક્ષોમાં દ્રવ્ય પણ એક પક્ષ છે, જે સામાન્યવિશેષાત્મક હોય છે. આમ વસ્તુના સામાન્ય-વિશેષાત્મક પક્ષને પણ દ્રવ્ય કહે છે અને મૂળવસ્તુને પણ દ્રવ્ય કહે છે. તે બન્ને દ્રવ્યો દ્રવ્યદષ્ટિના વિષય બનતા નથી.
વસ્તુના સામાન્ય અને વિશેષ એ બે રૂપ દ્રવ્યની અપેક્ષાએ છે, ભેદ અને અભેદ – એ બે રૂપ ક્ષેત્રની અપેક્ષાએ છે, નિત્ય અને અનિત્ય - એ બે રૂપ કાળની અપેક્ષાએ છે તથા એક અને અનેક એ બે રૂપ ભાવની અપેક્ષાએ છે.
જેવી રીતે ગુણોનો અભેદ દ્રવ્યાર્થિકનયનો વિષય છે અને ગુણભેદ પર્યાયાર્થિકનયનો, પ્રદેશોનો અભેદ દ્રવ્યાર્થિકનયનો વિષય છે અને પ્રદેશભેદ પર્યાયર્થિકનયનો, દ્રવ્યનો અભેદ (સામાન્ય) દ્રવ્યાર્થિકનયનો વિષય છે અને દ્રવ્યભેદ (વિશેષ) પર્યાયાર્થિકનયનો; તેવી જ રીતે કાળ (પર્યાય)નો અભેદ દ્રવ્યાર્થિકનયનો વિષય થાય છે અને કાળભેદ (પર્યાયો) પર્યાયાર્થિકનયનો વિષય બને છે.
અહીં જે જે પર્યાયાર્થિકનયના વિષયો છે, તે સર્વને પર્યાયસંજ્ઞા છે અને જે જે દ્રવ્યાર્થિકનયના વિષયો છે, તે સર્વને દ્રવ્યસંશા છે.
આમ અધ્યાત્મમાં ગુણભેદ, પ્રદેશભેદ, દ્રવ્યભેદ વિશેષ) તેમજ કાળભેદ (પર્યાયો) - એ બધાની પર્યાયસંજ્ઞા જ છે અને તે બધી પર્યાયો દ્રવ્યાર્થિકનયનો વિષય બનતી નથી, તેથી દષ્ટિનો વિષય પણ બનતી નથી.
પોતાની આત્મવસ્તુના આ ચાર યુગલોમાં સામાન્ય, અભેદ, નિત્ય અને એક-એમની અખંડતા દ્રવ્યાર્થિકનયનો વિષય બને છે અને આ જ
Page #138
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - પ્રકરણ - ૫
-૧૨૯
કારણે તેનું નામ દ્રવ્ય છે. બસ આ જ દ્રવ્ય, દ્રવ્યદષ્ટિનો વિષય બને છે, એમાં પોતાપણું સ્થાપિત થવું તે જ સમ્યગ્દર્શન છે. એની વિરૂદ્ધ પોતાની આત્મવસ્તુના વિશેષ, ભેદ તથા તેની અનિત્યતા તેમજ અનેકતાની પર્યાયસંશા છે અને તેમાં પોતાપણું થવું તે જ મિથ્યાદર્શન છે.
દ્રવ્યાર્થિકનયના વિષયભૂત આ દ્રવ્યને જ અહીં શુદ્ધદ્રવ્ય કહ્યું છે અને તેને વિષય બનાવવાવાળા નયને શુદ્ધનય, નિશ્ચયનય અથવા શુદ્ધનિશ્ચયનય કહેવાયો છે.
આ ગાથામાં નિશ્ચય-વ્યવહારની, “અભેદ તે નિશ્ચય અને ભેદ તે વ્યવહાર' –એ પરિભાષાને મુખ્ય કરવામાં આવી છે. આ જ કારણ છે કે અહીં અભેદને નિશ્ચય અને ગુણભેદને વ્યવહાર કહ્યો છે.
અગ્નિના દાહક, પાચક તેમજ પ્રકાશક સ્વભાવનું ઉદાહરણ દેતાં આચાર્ય જયસેન આ ગાથાના ભાવને આ રીતે સ્પષ્ટ કરે છે :
જેમ અભેદરૂપ નિશ્ચયનયથી અગ્નિ એક જ છે – એમ નિશ્ચય કર્યા પછી ભેદરૂપ વ્યવહારથી એમ પ્રતિપાદન કરે છે કે તે અગ્નિ બાળે છે માટે દાહક છે; પકાવે છે, માટે પાચક છે, અને પ્રકાશે છે માટે પ્રકાશક છે. આવી વ્યુત્પત્તિથી વિષયના ભેદથી તે જ અગ્નિ ત્રણ પ્રકારની કહેવાય છે.
તેવી જ રીતે આ જીવ અભેદરૂપ નિશ્ચયનયથી તો શુદ્ધ ચૈતન્યમાત્ર હોવા છતાં પણ ભેદરૂપ વ્યવહારનયથી એમ પ્રતિપાદિત કરે છે કે આ જીવ જાણે છે, માટે જ્ઞાન છે; દેખે છે (શ્રદ્ધાન કરે છે), માટે દર્શન છે; અને આચરણ કરે છે. માટે ચારિત્ર છે. આ પ્રકારની વ્યુત્પત્તિથી વિષયના ભેદથી તે જ જીવ ત્રણ પ્રકારનો પણ કહેવાય છે, ત્રણ ભેદરૂપ પણ થઈ જાય છે.”
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૦ -
- દ્રષ્ટિનો વિષય જેમ દાહક, પાચક અને પ્રકાશક અને ગુણોને કારણે અગ્નિને પણ દાહક, પાચક અને પ્રકાશક કહેવાય છે; પરંતુ મૂળતઃ અગ્નિ ત્રણ પ્રકારની નથી, તે તો એક પ્રકારની જ છે, એક જ છે. તેવી જ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણોને કારણે આત્માને પણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર કહેવાય; પરંતુ તેથી આત્મા ત્રણ પ્રકારનો તો થઈ જતો નથી; આત્મા તો એક પ્રકારનો જ રહે છે, એક જ રહે છે. - આ ગાથાનો ભાવ આત્મખ્યાતિમાં આચાર્ય અમૃતચંદ્ર આ રીતે સ્પષ્ટ કરે છે :
“આ જ્ઞાયકભાવને બંધાર્યાયના નિમિત્તથી અશુદ્ધતા થાય છે એ વાત તો દૂર જ રહી, તેને દર્શન-જ્ઞાન-ચારિત્રના પણ ભેદ નથી; કારણ કે અનંત ધર્મોવાળા એક ધર્મમાં જે નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યોને, ધમને ઓળખાવનાર કેટલાક ધર્મો વડે ઉપદેશ કરતા આચાર્યોનો ( જોકે ધર્મ અને ધર્મનો સ્વભાવથી અભેદ છે, તોપણ નામથી ભેદ ઉપજાવી - વ્યવહારમાત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે; પરંતુ પરમાર્થથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એકદ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે એવું - કાંઈક મળી ગયેલા આસ્વાદવાળું, અભેદ, એક સ્વભાવી તત્ત્વ-અનુભવનારને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી અને ચારિત્ર પણ નથી; એક શુદ્ધ જ્ઞાયક જ છે.”
લોકમાં કર્મોદયથી થતા રાગાદિભાવોને આત્માની અશુદ્ધિ માનવામાં આવે છે; વ્યવહારનયની પ્રરૂપણાથી જિનવાણીમાં પણ આ પ્રકારનું પ્રરૂપણ મળી આવે છે, પણ અહીં તો દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદને પણ અશુદ્ધિ કહેવાઈ રહી છે, તો પછી રાગાધિરૂપ અશુદ્ધિની શું વાત
Page #140
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - પ્રકરણ - પ–
-૧૩૧ કરીએ ? તાત્પર્ય એ છે કે જ્યારે દષ્ટિના વિષયમાં વિકલ્પ ઉત્પન્ન કરનાર હોવાથી ગુણભેદને પણ સામેલ કરવામાં આવતા નથી તો રાગાદિરૂપ પ્રમત્ત પર્યાયોને સામેલ કરવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી.
જોકે આત્મા તો અનંતગુણોનો અધિષ્ઠાતા એક ધર્મ છે, સહભાવી પર્યાય જેમનું નામ છે એવા અનંતગુણોનો અખંડપિંડ છે; કેમ કે ધર્મ અને ધર્મમાં, ગુણ અને ગુણીમાં સ્વભાવથી જ અભેદ હોય છે; તેમ છતાં જે લોકો તે અભેદ, અખંડ ધર્મી આત્માને સમજતા નથી; તેઓને સમજાવવા આચાર્યદેવ ધર્મો અને ગુણોના ભેદ કરીને સમજાવે છે; પરંતુ ધર્મોના માધ્યમથી સમજાવે છે તો એક ધર્મને જ; ગુણોના માધ્યમથી પણ સમજાવે છે તો એક ગુણીને જ. સમજાવવાની એ પ્રક્રિયાનું નામ જ વ્યવહાર છે; પરંતુ અભેદ-અખંડ આત્માનો અનુભવ કરતાં તો એકમાત્ર શુદ્ધ જ્ઞાયકભાવ જ અનુભવમાં આવે છે, જ્ઞાન-દર્શનચારિત્રનો ભેદ દેખાતો નથી. તાત્પર્ય એ છે કે અનુભવમાં જ્ઞાન-દર્શનચારિત્ર ભિન્ન ભિન્ન દેખાતાં નથી, એક ત્રિકાળી ધ્રુવ નિત્ય, અભેદ, અખંડ, . ભગવાન આત્મા જ દેખાય છે.
અનુભવમાં જે એક અભેદ અખંડ નિત્ય જ્ઞાયકભાવ જણાય છે, તે જ દષ્ટિનો વિષય છે, તેના આશ્રયે જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, તેમાં પોતાપણું સ્થાપિત થવાનું નામ સમ્યગ્દર્શન છે, એકમાત્ર તે જ ધ્યાનનું ધ્યેય છે; વધુ શું કહીયે - મુક્તિના માર્ગનો મૂળ આધાર તે જ જ્ઞાયકભાવરૂપ ભગવાન આત્મા છે.
તે ભગવાન આત્મા અન્ય કોઈ નહિ, સ્વયં હું જ છું – એવી દઢ આસ્થા, સ્વાનુભવપૂર્વક દઢપ્રતીતિ, તીવ્ર રુચિ જ વાસ્તવિક ધર્મ છે,
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૨
- દ્રષ્ટિનો વિષય સાચો મુક્તિનો માર્ગ છે. આ જ્ઞાયકભાવમાં પોતાપણું સ્થાપવું એ જ આત્માર્થી મુમુક્ષુ ભાઈઓનું એકમાત્ર કર્તવ્ય છે.
પરમશુદ્ધનિશ્ચનયના વિષયભૂત, વ્યવહારાતીત, પરમશુદ્ધ, નિજનિરંજન નાથ જ્ઞાયકભાવનું સ્વરૂપ સ્પષ્ટ કરવું એ જ સમયસારનું મૂળ પ્રતિપાદ્ય છે. અને આ જ શુદ્ધ શાકભાવનું સ્વરૂપ આ છઠ્ઠી – સાતમી ગાથાઓમાં બતાવ્યું છે. તેથી આ ગાથાઓ સમયસારની આધારભૂત ગાથાઓ છે.
સંદર્ભ : * ૧. સમયસાર (ગુજરાતી), પાનું ૧૭ ૨. પ્રવચન રત્નાકર (ગુજરાતી), ભાગ 1, પાનું ૧૧૩-૧૧૬
સમયસારની આત્મખ્યાતિ ટીકાના પરિશિષ્ટમાં ૨૭૦મા કળશ પછીનો
ગધાંશ ૪. પ્રવચનસાર (ગુજરાતી), ૯૩મી ગાથાની તાત્પર્યવૃત્તિ ટીકા ૫. પ્રવચનસાર (ગુજરાતી), પાનું ૧૮૭, ૧૯૧
Page #142
--------------------------------------------------------------------------
________________ ડૉ. હુકમચંદજી ભારિલ્સનું નામ આજે જૈન સમાજના ઉચ્ચકોટિના વિદ્વાનોમાં અગ્રગણ્ય છે. જેઠ વદ આઠમ વિ.સં. 1992, શનિવાર, તા. 25 મે 1935 ના દિને લલિતપૂર (ઉ.પ્ર.) જિલ્લાના બરૌદાસ્વામી ગામના એક ધાર્મિક જૈન પરિવારમાં જન્મેલા ડૉ. ભારિલ્લ શાસ્ત્રી, ન્યાયતીર્થ, સાહિત્યરત્ન તથા એમ.એ., પીએચ.ડી. છે. સમાજ દ્વારા વિદ્યાવાચસ્પતિ, વાણીવિભૂષણ, જૈનરત્ન આદિ અનેક ઉપાધિઓથી સમય-સમય પર આપને વિભૂષિત કરવામાં આવ્યા છે. સરલ, સુબોધ, તર્કસંગત તેમજ આકર્ષક શૈલીના પ્રવચનકાર ડૉ. ભારિત્ને આજ સુધીમાં નાના-મોટા 40 પુસ્તકો લખ્યાં છે અને અનેક ગ્રંથોનું સંપાદન કર્યું છે. આપને એ જાણીને આશ્ચર્ય થશે કે આજ સુધીમાં આઠ ભાષાઓમાં તેમની 35 લાખથી પણ વધુ કૃતિઓ જન-જન સુધી પહોંચી ચૂકી છે. સૌથી વધુ વેચાણવાળા જૈન આધ્યાત્મિક માસિક વીતરાગ-વિજ્ઞાન હિંદી તથા મરાઠીના આપ સંપાદક છો. પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટની સમસ્ત પ્રવૃત્તિઓના સંચાલનમાં આપનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. સુખાડિયા વિશ્વવિદ્યાલય ઉદયપુરથી ડૉ. મહાવીર જૈને ડૉ. હુકમચંદ ભારીલ્લ ‘વ્યક્તિત્વ અને કર્તુત્વ' વિષય ઉપર સંશોધન કરી પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે જે ગૌરવનો વિષય છે. પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના આપ અનન્યતમ શિષ્ય છો. PARAS PRINTS: 98210 15079