Book Title: Dharmbij
Author(s): Anahat
Publisher: Hiralal Maniklal Shah
Catalog link: https://jainqq.org/explore/023004/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ધર્મનીજ [ મૈત્રી–પ્રમાદ-કરુણા-માધ્યસ્થ ] [ પ. પુ. ૫. શ્રી ભદ્ર કવિજ્યજી ગણિવર્ય* લિખિત | ‘ઉપઘાત” તથા “ પવિત્રતાના સંદેશ સાથે ] લેખક : અનાહત પ્રકાશક : હીરાલાલ મણિલાલ શાહ ગીરધરનગર, અમદાવાદ, Page #2 -------------------------------------------------------------------------- ________________ ધર્મબીજા [ મૈત્રી-પ્રમોદ-કરણ-માધ્યસ્થ ] કવીરાજ [પ. પૂ. પન્યાસજી શ્રી ભદ્રકવિજયજી ગણિવર્ય લેખિત ઉપદુઘાત” તથા “પવિત્રતાને સંદેશ' સાથે] : લેખકઃ અનાહત Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકઃ હિરાલાલ મણીલાલ શાહુ ગિરધરનગર, અ મ દા વા દ. આર્થિક સહાયક : રમણલાલ મણિલાલ ઝવેરી ખરતરની ખડકી, ઝવેરીવાડ, અમદાવાદ. સ્વ. બહેન ૨જનમાળાના સ્મરણાર્થે ] મૂલ્ય : ભાવનામય જીવન પ્રથમ સંસ્કરણ : સ. ૨૦૧૪ : ૧૫૦૦, પ્રાપ્તિસ્થાન : હિરાલાલ મણીલાલ શાહ ગિરધરનગર, અમદાવાદ. : મુદ્રક : જીવણુલાલ પુરુłાત્તમદાસ પટેલ શ્રી ઉત્કૃષ્ટ મુદ્રણાલય ગાંધીરેાડ, પુલ નીચે : અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ मैत्रीपवित्रपात्राय मुदितामोदशालिने । कृपोपेक्षाप्रतीक्षाय तुभ्यं योगात्मने नमः ॥ [ શ્રીવીતરાગ તેત્ર, ] મૈત્રીના પવિત્ર ભાજન, મુદિતાથી પ્રાપ્ત થયેલ પરમાનંદવડે શુભતા, કરુણા અને માધ્યચ્ચ વડે જગતપૂજ્ય બનેલા અને સ્વરૂપ એવા હે ! વીતરાગ તમને ત્રિકરણશુદ્ધ નમસ્કાર હે ! Page #5 -------------------------------------------------------------------------- ________________ નિર્મળ મૈત્રી ભાવથી, ભરપૂર હે ભગવંત ! મુદિત ભાવ ઉદિત થયો, પૂર્ણ કળાએ સંત. નિર્મળ કરુણને કરે, ' ' ચૌદ રાજ રેલાય; તેના પ્રભાવે હે પ્રભુ! જગ જીવ દુઃખ જોવાય. મધ્યસ્થ દૃષ્ટિ છે આપની, પક્ષપાત જ નહીં લેશ; ધર્મજ છે હે પ્રભુ! ગ સ્વરૂપ વિશેષ. - એવા શ્રી વીતરાગને કત્રિકરણ શુદ્ધ આજ; વંદન કરું હું ભાવથી, જય જય શ્રી જિનરાજ. ૪ “ધર્મબીજ=ધર્મનું પ્રભવસ્થાન : આ ગ્રંથનું નામ. જ ત્રણ કરો : મન, વચન અને કાયા. Page #6 -------------------------------------------------------------------------- ________________ જેમની પરમ મૈત્રીએ મારી મનેાભૂમિમાં ધ બીજ'નું વપન કર્યું", પવિત્ર પ્રમાદ ભાવનાએ મારામાં પંચપરમેષ્ટિએ પ્રત્યે ભક્તિ જગાડી, જેમનામાં રહેલી જેમની નિષ્કારણુ કરૂણાએ મને આ અપાર ભવાધિમાંથી ઉગાર્યાં, જેમની અનુપમ માધ્યસ્થ્ય ભાવનાએ મારામાં અનેકાંતમય દિવ્ય તત્ત્વજ્ઞાનની જ્યાત પ્રકટાવી, તે પરમેાપકારક પ. પૂ. ગુરૂદેવના પરમપવિત્ર કરકમળામાં સવિનય સમર્પણુ -અનાહત Page #7 -------------------------------------------------------------------------- ________________ આમુખ - મિથ્યાદિ ભાવવાઓ રૂપ અમૃતકુંડમાં જીવ-હંસ સતત રમે એ વિચાર મારા મનમાં પાંચેક વરસથી રહ્યા કરતા હતા, પણ તદનુકુલ ચિંતનના અભાવે તે વિચાર કેવળ વિચારરૂપે જ રહી જતો હતે. ગયા ૫-૬ મહિનામાં ભાવનાઓના વિષયમાં થોડું થોડું લખવાનું ચાલુ કર્યું. લખવાને આશય એટલો જ હતો કે તેવા લેખનના નિમિત્તે ચિંતન વધે અને તે ચિંતન ભાવનાઓને આત્મસાત્ બનાવવામાં સહકારી બને. એ લેખન વખતે પણ જે યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મકલ્પદ્રુમ, શાંતસુધારસ, પાતંજલ યોગસૂત્ર, વગેરે ગ્રન્થ સામે ન હેત તે લખવાનું કાર્ય આગળ વધત જ નહિ. કેવળ પિતાના આત્મા માટે લખેલું આ લખાણ જયારે કેટલાક મુમુક્ષુઓના હાથમાં આવ્યું ત્યારે તેમને એમ લાગ્યું કે આ વસ્તુ બહાર મૂકાય તે ઘણાંને ઉપયોગી થાય. તે મુમુક્ષુ એની પ્રેરણાથી આ લખાણ પ્રગટ થઈ રહ્યું છે. “ઉપોદઘાત” અને પવિત્રતાનો સંદેશ આ ગ્રંથની ઉપયોગિતામાં ખૂબ જ વૃદ્ધિ કરશે, એવી આશા છે. પ્રાથમિક વાંચકની સરલતાની ખાતર, ટિપ્પણીઓમાં કેટલાક પારિભાષિક શબ્દોને ભાવ માત્ર વ્યક્ત કર્યો છે, તે તે શબ્દની તે શાસ્ત્રોક્ત વ્યાખ્યાઓ નથી. અતિપવિત્ર એવી આ ગુર્જરગિરાને મારે અભ્યાસ લગભગ નહિવત્ છે, તેથી ભાષાની દૃષ્ટિએ આ લેખમાં સૌંદર્ય ન હોય, એ સ્વાભાવિક છે: આ ગ્રંથને ભાષાની દૃષ્ટિએ ન જતાં તેમાં આવતા સાત્ત્વિક વિચારે તરફ જ લક્ષ્ય આપવા મુમુક્ષુએને ખાસ ભલામણ છે. પુરુષ–હ સે આ પુસ્તિકા– ૨૫ પાત્રમાંથી શ્રીરના અંશનો આસ્વાદ લેશે અને નીરના અંશને તજી દેશે, એ આશાએ વિરમું છું. રાજનગર, જ્યેષ્ઠ કલા ત્રયોદશી, –અનાહત ૨૦૧૪. Page #8 -------------------------------------------------------------------------- ________________ સ્વ, બહેન રંજનબાળાની આછી જીવન ઝરમર ધર્મબીજ ” જેમની પુણ્ય સ્મૃતિથી અંકિત કરવામાં આવ્યું છે, તે બહેન રંજનબાળા રમણલાલ ઝવેરીની આછી જીવન ઝરમર અહિં આપવામાં આવી છે. અમદાવાદમાં ઝવેરીવાડ (ખરતરની ખડકી) ના રહીશ શ્રીયુત રમણલાલ મણીલાલ ઝવેરી જેઓ અરવિંદ મીલના બાહોશ સેલ્સમેન તરીકે સુપ્રસિદ્ધ છે અને જૈન ધર્મના અડગ શ્રદ્ધાવાન શ્રમણોપાસક શ્રાવક તરીકે જીવન સૌરભ ધરાવે છે, તેમને ત્યાં વિ. સંવત ૧૯૯૨માં આ પુણ્યવતી બાળાને જન્મ થયેલ. જૈન કુળના ઉત્તમ સંસ્કારમાં ઉછરેલી બહેન રંજનબાળાએ ધાર્મિક અભ્યાસની સાથે વ્યાવહારિક શિક્ષણ પણ ઉચ્ચ કક્ષાએ પ્રાપ્ત કર્યું હતું. તેણીએ બી. એ. સીનીયરની કૅલરશીપ મેળવી હતી. અભ્યાસમાં ખૂબ એકાગ્રતા અને તીવ્ર બુદ્ધિમત્તા તરી આવતી હતી. ફિલોસેફી અને સાઈકોલોજીના વિષયો લઈ તેઓ ગ્રેજ્યુએટ થયા હતા. જન્મથી જ જેમનામાં વિનય, નમ્રતા, ઉદારતા અને વિવેક જેવા સણો વિકાસ પામી રહ્યા હતા, તેવા એક આશાસ્પદ અને જૈન બાળાઓને આદષત બહેન, માત્ર એકવીસ વર્ષની ભર તારુણ્યાવસ્થામાં કેન્સર જેવા જીવલેણુ વ્યાધિના પાશમાં ઝડપાઈ ગયા અને તા. ૧૪-૮-પ૭ ના રોજ શ્રી નવકાર મહામંત્રનું એકાગ્રતાથી ધ્યાન કરતાં કરતાં કાળધર્મને પામ્યા. આ સંસાર કે અસાર છે ? ગમે તેટલી આશાઓ અને અભિલાષાઓથી માત્ર ભૌતિક આબાદીઓ મેળવવા મથનારને આ બહેનનું જીવન એક ચીમકી રૂ૫ બની જાય છે. આત્માની અમરતાને જાણનાર વિવેકી આત્માઓ, ધર્મના સ્વરૂપને સમજીને “ધર્મબીજ' ના બળે આ જીવન અને આગામી જીવનના પાથેયરૂપ મૈિથ્યાદિ ભાવનાઓની એકાંત હિતકરતાને સમજી, પિતાના જીવનને ભાવનામય બનાવે, એ જ અંતરની “ભાવના'. – સૌભદ્રય. Page #9 -------------------------------------------------------------------------- ________________ આંતરિક ગુજારવ –મૈત્રી— મૈત્રી ભાવનુ' પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ૧. –પ્રમાદ– ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે; એ સતાના ચરણ-કમલમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે. ર. -કરુણા— દીન, ક્રૂર ને ધર્મવિહેાણા, દેખી દિલમાં દર્દ રહે; કરુણાભીની આંખેામાંથી, અશ્રુના શુભ સ્રોત વહે. ૩. —માધ્યસ્થ્ય— માર્ગ ભૂલેલા જીવન–પથિકને, માર્ગ ચિંધવા ઊભા રહું; કરે ઉપેક્ષા એ માગની, તા યે સમતા ચિત્ત ધરુ. ૪. 6 [ એક ભાવનાપ્રિય વ્યક્તિને આ આંતરિક ગુજારવ છે] Page #10 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ વિષય ઉપાઘાત પવિત્રતાના સ ંદેશ પ્રારંભિક વક્તવ્ય મૈત્રી ભાવના પ્રમાદ ભાવના કરુણા ભાવના માધ્યસ્થ્ય ભાવના પવિત્રતા, આન અને પૂજયતાનાં સાધના અંતિમ વક્તવ્ય અભ્યાસ चित्तबालक ! मा त्याक्षीरजस्र भावनौषधीः । यां दुर्ध्यानभूता न च्छलयंति च्छलान्विष: ॥ પાતું 8 7 12 હ ૨૨ ૪૩ [ અધ્યાત્મકલ્પદ્રુમ, ૧. પ. ] તારા છિદ્રને (શુભભાવનારૂપ ઔષધી વિનાની અવસ્થાને) જોનારા દુર્ધ્યાનરૂપ ભૂતા તને દુઃખ ન આપે, તે માટે હું ચિત્ત બાળક! શુભભાવનારૂપ ઔષધીઓને તુ કદી પણ ત્યાગ ન કરે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉપોદઘાત (લેખક: પ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય) मा कार्षीन् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः ।। मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते॥ અથ– કોઈપણ પ્રાણી પાપ ન કરે, કેઈપણ પ્રાણી દુઃખી ન થાઓ, પ્રાણી માત્ર મોક્ષને પામે, આ પ્રકારની મતિને શાસ્ત્રકારે મિત્રી ભાવના કહે છે. - આ જગતમાં ઈચ્છા કેને હોતી નથી ? સંસારી જીવ માત્રના હૃદયમાં કઈને કઈ પ્રકારની ઈચ્છા હોય જ છે. બધી ઈચ્છાઓને સમાવેશ માત્ર બે જ પ્રકારની ઈચ્છાઓમાં થાય છે. “મને પોતાને જરા જેટલું પણ દુઃખ ન આવે અને જગતમાં જેટલું સુખ છે, તે બધું મને જ મળે ” આ બે પ્રકારની ઈચ્છાઓ સંસારી જીવ માત્રના હદયમાં નિરંતર રહ્યા જ કરે છે. બીજી બધી ઈચ્છાઓના મૂળમાં પણ આ બે પ્રકારની જ ઈચ્છાઓ રહેલી હોય છે. તે બંને જાતની ઈચ્છાઓ કદી પણ પૂર્ણ થતી નથી, એ વાત પણ સતત લક્ષમાં રાખવા જેવી છે. એ કારણે શાસ્ત્રકારોને એ સિદ્ધાંત નક્કી કરે પડે છે કે ઈચ્છા એ જ દુઃખ છે, અને ઈચ્છાને–અભાવ એ જ સુખ છે ! આહારની અગ્ય ઈચ્છામાંથી મુક્ત થવા માટે શાસ્ત્રકારોએ તપ ધર્મ ઉપદેશ્ય છે, અર્થ અને કામની અગ્ય ઈચ્છાઓમાંથી ક્રમશઃ મુક્તિ મેળવવા માટે દાન અને શીલ ધર્મ ઉપદેશ્યો છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ જેમ, અર્થ, કામ અને આહારાદિની અયોગ્ય ઈચ્છાઓ જીવના દુઃખની વૃદ્ધિનું અને સુખની હાનિનું કાર્ય કરે છે, તેમ, તેથી પણ અધિક સુખહાનિ અને દુઃખવૃદ્ધિનું કાર્ય ઉપર્યુક્ત બે પ્રકારની અશુભ ઈરછાઓ કરે છે. “મને જ સુખ મળે અને મારું જ દુઃખ ટળો આ ઈચ્છા એ સૌથી વધારે કનિષ્ટ કોટિની અને સૌથી વધુ પીડાકારક છે, છતાં તે વાતનું જ્ઞાન ઘણાં ડાંઓને જ હોય છે. આ કનિષ્ટ પ્રકારની ઈચ્છા અને તેમાંથી જન્મ પામતી ક્લિષ્ટ કેટિની પીડાને પ્રતિકાર હજારેનાં પણ ધનથી , કડો વર્ષના પણ શીલથી, કે કટિ જન્મનાં પણ તપથી થઈ શકતું નથી. દાન, શીલ અને તપ વડે કૅમશઃ પરિગ્રહ, મિથુન કે આહારની સંજ્ઞાઓનું જોર ઘટે છે અને તેથી થતી વિવિધ પ્રકારની માનસિક તથા શારીરિક પીડાઓથી અવશ્ય બચી જવાય છે, પરંતુ તે બધી બાધાઓ અને પીડાઓના સરવાળા કરતાં “મને એકલાને જ સુખ થાઓ અને મારા એકલાનું જ દુઃખ ટળે; એ પ્રકારની અયો– ગ્ય, અઘટિત અને અશકય ઈચ્છા વડે થતી માનસિક અને શારીરિક પીડાઓના સરવાળાની તે કઈ અવધિજ નથી. શાસ્ત્રકારોએ તે અશકય ઈચ્છાઓને પૂર્ણ કરવાના અશકય મને રથમાંથી ઉત્પન્ન થતા અનંત કષ્ટથી ઉગરી જવા માટે શુભ ભાવનાને માર્ગ ચીંધે છે. તેને ધર્મને ચેાથે પ્રકાર કહ્યો છે. એ “ભાવ” ધર્મ કે પુણ્ય Page #13 -------------------------------------------------------------------------- ________________ પુરુષને જ દેવગુરૂની પૂર્ણ કૃપાથી લાધે છે. બીજાઓને તે ઉપાયની ગંધ પણ પ્રાપ્ત થતી નથી. આ ઉપાય પ્રાપ્ત થવામાં જીવની લઘુકમિતા કે આસન્નસિદ્ધિતા જ મુખ્ય ભાગ ભજવે છે. - ઉપાય તદ્દન સરળ છે, અને તેને બંધ થવે પણ સુલભ છે; છતાં પ્રત્યક્ષ અનુભવ એમ કહે છે કે, તે તરફ કેઈ વિરલ જીવનું જ લક્ષ જાય છે, અથવા કેઈ વિરલ આત્મા જ તે ઉપાય પર યોગ્ય વિચાર કરી તેને જીવનમાં ઉતારવા કટિબદ્ધ થાય છે. કેવળ પિતાના જ સુખદુઃખસંબંધી તીવ્ર સંકલેશને અશુભ ભાવ ટાળવાને એકનો એક (અનન્ય) ઉપાય આ લેખની આદિમાં જ ટાંકવામાં આવ્યો છે. તે ઉપાયનું નામ મિત્રી ભાવના છે. - જેમ કાંટાથી કાંટે કાઢી શકાય અને ઝેરથી ઝેરનું વારણ કરી શકાય, તેમ કનિષ્ટ કેટિના અધમ સ્વાથ ભાવને ઉત્તમ કોટિના મૈત્રીભાવ કે પ્રશસ્ત ભાવથી દૂર કરી શકાય અને પરિણામે ઈચ્છામાત્રથી રહિત થઈ શકાય છે. દાન–શીલ–તપ એ ત્રણે પ્રકારની સાથે આ ચેાથે ભાવધર્મને પ્રકાર ભળે તે જ તે લોકેત્તર ધર્મસ્વરૂપ બને અને જીવને સંપૂર્ણ સુખી અને સર્વ પ્રકારનાં દુઃખથી મુક્ત બનાવે. જીવ જ્યારે ઉપર્યુક્ત મિત્રી ભાવનાથી ભાવિત અંતઃકરણવાળ બનીને વિધિયુક્ત દાનાદિ ધર્મોનું સેવન કરે છે, ત્યારે તેનાં ચિત્તના કલેશ શાંત થતા અનુભવાય 10 Page #14 -------------------------------------------------------------------------- ________________ છે. માત્ર પિતાનાં જ સુખ કે દુઃખની ચિન્તા કરવાને ટેવા યેલો અને તેના પરિણામે તીવ્ર સંકલેશને અનુભવ જીવ જ્યારે બીજાની હિતચિંતાપ મિથ્યાદિ વિચારણાઓથી વાસિત થાય છે, ત્યારે તે અત્યંત શીતલતા અને શાન્તતાને ચિત્તમાં સાક્ષાત અનુભવ કરે છે. એવું સુખ તેને ભવચક્રમાં જાણે પહેલી જ વાર મળતું હોય તે તેને અનુભવ થાય છે. ચિત્તની શાન્તિ કે સુખને જ નહિ પણ પ્રત્યેક ધર્માનુષ્ઠાનની સફળતાને આધાર, પણ શાસ્ત્રકારોએ મૈત્યાદિ પ્રશસ્ત ભાવનાઓની દઢતા પર જ અવલબેલો કહ્યો છે; તે કારણે પ્રત્યેક ધર્માનુષ્ઠાનની પાછળ આ ભાવનાઓનું બળ હેવું જોઈએ અને તે હોય ત્યારે જ તે તે ધર્માનુષ્ઠાન સફળ થાય, એમ ફરમાવ્યું છે. આ ઉદેશને સામે રાખીને જતાં મિથ્યાદિ ભાવનાવિષયક આ ગ્રંથનું “ધર્મબીજ” એવું નામ ઉચિત (સાર્થક) લાગે છે. જીવ જ્યારે મિત્રી ભાવમાં નિપુણ બને છે, ત્યારે તેની સાથે સંબંધવાળા પ્રદ, કારૂણ્ય અને માધ્યચ્ચ ભાવ આપોઆપ પ્રગટે છે, અને એ ભાવ સહિત ધર્માનુષ્ઠાને અપ્રશસ્ત ઈચ્છાઓને ટાળી પ્રશસ્ત ઈચ્છાઓને પેદા કરે છે. દુઃખના મૂળમાં રહેલી અશુભ ઈચ્છાઓને આ રીતે મિથ્યાદિ ભાવનાઓના બળથી બાળીને જીવ ધર્મમય બની શકે છે. [ ઉપાદ્દઘાત સમાસ ] Page #15 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાના સંદેશ લેખક : પ્રશમરસમહેંદ્ગષિ પ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવ મહારાજ સાહેબ ] १. परहितचिंता मैत्री સ્તા સિવાય ખીજા પ્રાણીઓનું હિત ચિતવવું તે મૈત્રી ભાવના છે. પેાતા સિવાય બીજા પ્રાણીઓ મુખ્યપણે ચાર પ્રકારના હેાય છે : (૧) પેાતાના ઉપર ઉપકાર કરનારા (સૌથી ચેાડા), (૨) પેાતાનાં સગાંવહાલાં (એથી વધારે), (૩) પેાતાનાં પરિચિતા (એથી પણ વધારે) અને (૪) પોતાથી અપરિચિતા (સૌથી વધારે). જે પેાતાના ઉપકારીઓનાં હિતની ચિન્તા કરતા નથી, તે કૃતા કહેવાય છે. જે પેાતાના સ્વજનાની હિતચિન્તા કરતા નથી, તે કૃપણ કહેવાય છે. જે પાતાના પરિચિતાની હિતચિન્તા કરતા નથી, તે સ્વાર્થી કહેવાય છે. જે દુનિયાના કોઈ પણ જીવની હિતચિન્તા કરતા નથી, તે એકલપેટા ગણાય છે. બીજાઓની હિતચિન્તારૂપે મૈત્રીભાવ જેના અંતરમાં સદા રમણ કરે છે, તેનામાં કૃતાપણું, કૃપણુપણું, સ્વાર્થીપણું અને એકલપેટાપણું વગેરે દુર્ગુણેાના નાશ થવા સાથે કૃતજ્ઞતા, ઉદારતા, પાપકારિતા, પરમાર્થવૃત્તિતા વગેરે સગુણા પ્રગટી નીકળે છે. જીવ અનાદિકાળથી જેમ અચેતન પદાથોં ઉપર રાગભાવ અને દ્વેષભાવને વશ છે, તેમ સચેતન પદાર્થો 12 Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉપર પણ રાગભાવ અને દ્વેષભાવને આધીન છે. પિતાની જાત ઉપર તેને એટલું બધું મમત્વ હેય છે કે પિતાની જાતનાં સુખની ખાતર કેઈ પણ પ્રકારનાં પાપકાર્યો કરતાં તે અચકાતો નથી. મિત્રીભાવ તેને પોતાની જાત ઉપરના મમત્વથી ખસેડી પરનાં સુખ માટે ચિન્તા કરનારો બનાવે છે. મૈત્રીભાવ આવ્યા પહેલાં પોતાની જાતનું જ એક મમત્વ તેના અંતરમાં હવાથી “દુનિયાનાં સઘળાં સુખે તેને પોતાને જ મળે એવી અનંત તૃણ તેનામાં છુપી રીતે રહેલી હોય છે. બધાં સુખ એક જ આત્માને મળી જાય, એવી પરિસ્થિતિ દુનિયાની કદી હોતી નથી, તેથી મિત્રીભાવવિહીન આત્મા હંમેશાં અત્યંત અતૃપ્ત અને શોકગ્રસ્ત જ રહે છે. જે સુખ પિતાને જોઈએ છે, તે સુખ પિતાને નહિ મળતાં બીજા કેઈને પણ મળે, ત્યારે તેના પ્રત્યે તે ઈર્ષાભાવવાળ બની રહે છે. એ રીતે ઈર્ષ્યા, શેક, અતૃપ્તિ, વગેરે અનેક દુખે પોતાની જાત ઉપર જ રાગવાળા જીવને સદા સતાવ્યા કરે છેક એ બધાં દુઃખોથી છોડાવનાર કેઈ પણ ચીજ આ દુનિયામાં હોય તે તે એક મિત્રીભાવના છે. મૈત્રીભાવનાથી તેને પિતાની જ એકલી જાત ઉપર રહેલો રાગભાવ નાશ પામે છે, અને પિતા સિવાય આ દુનિયામાં રહેલા બીજા અનંત પ્રાણીઓનાં હિતની અને સુખની ચિન્તા ઉત્પન્ન થાય છે. તેથી પિતા સિવાય બીજા જેટલા પ્રાણુઓ સુખને મેળવતા દેખાય છે, તેને જોઈને તે પિતે તે સુખી થનાર પ્રાણીઓ જેટલો જ આનંદનો અનુભવ કરે છે અને 13 Page #17 -------------------------------------------------------------------------- ________________ પિતાને મળેલાં શેડાં પણ સુખમાં તે હમેશાં તૃપ્ત રહે છે. એ આનંદથી તેને ઈષ્યભાવ અને તૃપ્તિથી તેને શેકભાવ નાશ પામે છે. મિત્રી ભાવ ટકાવવાના ઉપાયે વૈર અને વિધરૂપી અગ્નિને પ્રગટાવનારી આ દુનિયામાં બે વસ્તુઓ છે. એક પિતે કરેલા બીજાના અપરાધેની માફી ન માંગવી અથવા પિતાનાં જ સુખની ચિન્તા કર્યા કરવી અને એ સુખ ખાતર પિતા સિવાય બીજાને ગમે તેટલી પીડા થાય તે પણ તેને ન ગણવી, અથવા પિતા સિવાય બીજાનાં સુખની ચિન્તા બિલકુલ ન કરવી અને તેના ઉપર આવેલા ગમે તેટલા કષ્ટને નિવારણ કરવાને માટે છતી શક્તિએ બેદરકારી બતાવવી. એ વસ્તુને સરળરીતે નીચે મુજબ સમજાવી શકાય. (૧) પિતાનાં સુખની ચિન્તા કર્યા કરવી. (૨) બીજાનાં સુખની ચિન્તા બીલકુલ ન કરવી. (૩) પિતાના અપરાધની માફી કદી ન માગવી. (૪) બીજાઓએ કરેલા અપરાધોની માફી કદી ન આપવી. મૈત્રીભાવ ટકાવવા માટે આ ચાર પ્રકારની વૃત્તિઓને ત્યજવી જોઈએ. (૧) આ માટે પિતા સિવાય બીજાઓનાં સુખની ચિન્તા પિતાના સુખની ચિન્તા જેટલી જ કરવી. (૨) બીજાઓના ઉપર આવેલા દુઃખનું નિવારણ કરવાને માટે પિતાના દુઃખ નિવારણના પ્રયત્ન એટલે જ Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્ન કર, (૩) પિતાની થતી ભૂલની ક્ષમા માગવા સદા તત્પર રહેવું અને (૪) બીજાઓથી પિતા તરફ થતી ભૂલની ક્ષમા આપવા સર્વદા તત્પરતા બતાવવી. २. परदुःखविनाशिनी करूणा દુઃખ બે પ્રકારનું છે, શારીરિક અને માનસિક. શારીરિક દુઃખને દ્રવ્ય દુઃખે કહ્યા છે અને માનસિક દુઃખને ભાવ દુઃખે કહ્યાં છે. શારીરિક દુઃખેનું કારણ અશાતા વેદનીય કર્મને ઉદય છે અને માનસિક દુઃખનું કારણ મોહનીય આદિ કર્મોને ઉદય છે. માણસને પિતાનાં દુઃખનું નિવારણ કરવાને માટે કુદરતી જ લાગણી હોય છે, તે પણ તેનાં બધાં દુઃખેનું નિવારણ અશક્ય પ્રાયઃ હેય છે. તેથી કઈને કઈ દુઃખની હયાતી તેને સદા પજવે છે અને તેની શાતિમાં ભંગ કરે છે, તેથી અકળાઈને આત્મા દુઃખ નિવારણના વાસ્તવિક ઉપાયને છેડી અવાસ્તવિક ઉપાયે લે છે. દુઃખનિવારણું કરવાને વાસ્તવિક ઉપાય, પિતા સિવાય બીજા આત્માએનાં દુઓનું નિવારણ કરવા તત્પર રહેવું તે છે. એથી બે જાતના લાભ થાય છે, એક તો એ પુરૂષાર્થ કરતી વખતે તેટલે કાળ પિતાનાં દુઃખોનું વિસ્મરણ થાય છે અને બીજું બીજાનાં દુઃખો દૂર કરવાના પ્રયત્નથી શુભકમ ઉપાર્જન થાય છે તથા તેના પરિણામે ઉત્તરોત્તર શાન્તિ અને સુખની વૃદ્ધિ અનુભવાય છે. કરૂણ ભાવનાનાં પાત્ર જીવે પણ ચાર પ્રકારના હોય છે– (૧) વર્તમાનમાં દુઃખી અને ભવિષ્યમાં દુઃખી 15 Page #19 -------------------------------------------------------------------------- ________________ થાય તેવા પાપ માર્ગે જ પ્રવર્તનારા, (૨) વર્તમાનમાં આહાર, વસ્ત્ર, શયન, આસન, ઔષધાદિ સામગ્રીના અભાવે દુખ ભેગવનારાને (૩) વર્તમાનમાં સુખી પણ હિંસાદિ પાપકર્મો કરીને દુર્ગતિનાં દુઃખે ઉભાં કરનારા તથા () વર્તમાનમાં સુખી પણ મિથ્યાત્વાદિ પાપકર્મ કરીને ભાવિ દુઃખોને ઉત્પન્ન કરનારા. એ રીતે દુઃખ અને તેના કારણભૂત પાપથી રીબાતા અને તે અનેથી છોડાવવાની વૃત્તિ તે કરૂણા ભાવના છે. દુખીનું દુઃખ દૂર થાઓ, કે ન થાઓ, પણ દુ:ખ દૂર કરવાની ભાવના અને પ્રયત્ન કરનારને અવશ્ય લાભ મળે છે. એ રીતના પ્રયત્નથી નિકાચિત કર્મને ઉદય ન હિય તે હામાનું દુ:ખ દૂર પણ થાય છે. દ્રવ્ય દુઃખે દૂર કરવાના પ્રયત્ન કરતી વખતે તે દુઃખના કારણભૂત પાપકર્મોથી એને બચાવવાનું પણ લક્ષ્ય રહેવું જોઈએ. ભાવદયાના પરિણામ વિના થનારી દ્રવ્યદયા ધર્મસ્વરૂપ બનવાને બદલે ઘણીવાર અધર્મસ્વરૂપ બની જાય છે. દ્રવ્ય અને ભાવદુઃખને અન્ય દર્શનકાએ ત્રણ વિભાગમાં વહેચ્યાં છે. . (૧) આધ્યાત્મિક-શરીર અને મન સંબંધી દુઃખો. . (૨) આધિભૌતિક-હિંસક પશુ-પક્ષી આદિ પ્રાણીઓ તરફથી પ્રાપ્ત થતાં દુઃખે. . (૩) આધિદૈવિક-દેવતાઇ ઉપદ્ર, જેવા કે ધરતીકંપ, દુષ્કાળ, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અગ્નિ, આદિના ઉપદ્ર. ઉપરનાં દુખેને જૈનશાસનની રીત મુજબ ત્રણ વિભાગમાં સમાવેશ થઈ શકે છે. (૧)મિથ્યાત્વ-કુમતની વાસના, Page #20 -------------------------------------------------------------------------- ________________ અને અસર્વજ્ઞ પ્રરૂપિત કુશાસ્ત્રોમાં નિરૂપણ કરેલા સિદ્ધાતે ઉપર મજબૂત વિશ્વાસ. (૨) અવિરતિ-પ્રારંભમાં સુખદાયી પણ પરિણામે કડવાં એવાં વિષયનાં સુખની તીવ્ર અભિલાષા, અને મરતાં પણ તેને નહિ છોડવાના પરિણામ, (૩) અશાતા વેદનીયન ઉદય–તેનાથી ક્ષય, જ્વર, ભગંદર, કુષ્ટાદિ દુષ્ટગોની પીડાને અનુભવ. परसुखतुष्टिमुदिता પિતાથી બીજાને અધિક સુખી અથવા ગુણ દેખીને તેના સુખ કે ગુણ ઉપર ઈર્ષ્યા કે અસૂયા ભાવ ન થવા દેવો પણ હર્ષ ધારણ કરવો. એ પ્રમેદભાવનાનું લક્ષણ છે. ઈર્ષ્યા એટલે બળતરા અને અસૂયા એટલે બીજાના ગુણામાં દેનું ઉદ્દભાવન. પ્રમેદ ભાવનાવાળે બીજાને પિતાથી અધિક સુખી અગર ગુણી દેખીને હદયમાં બળતે નથી, આનંદ ધારણ કરે છે, તેઓને સુખ કે ગુણને દૂષિત કરવાને બદલે તેને આગળ લાવવા પ્રયત્ન કરે છે. ગુણબહુમાન ”ને પ્રભાવ અચિન્ય છે તથા પોતાના કરતાં પારકાના સુખની કિંમત ઘણું વધારે છે, એ વસ્તુ સમજાયા વિના સાચી પ્રમોદ ભાવના પ્રગટી શકતી નથી. ગુણબહુમાનથી નિત્ય નવીન નવીન ગુણેની પ્રાપ્તિ થાય છે, તેથી ગુણને અથી ગુણ અને ગુણનું સન્માન કે બહુમાન કર્યા સિવાય રહી શકતો નથી. જે પિતા સિવાય બીજાના ગુણને જાણતો જ નથી, અથવા જાણવા કાળજી પણ ધરાવતો નથી, અથવા જાણવામાં આવ્યા પછી પણ તેનું સન્માન કરવાની ભાવનાવાળે થતું નથી, તેને ગુણની 17 - Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ થવી સ’ભવિત નથી. એ જ રીતે જે ખીજા સુખી આત્માના સાચા સુખને જાણતા નથી, જાણવાને દરકાર ધરાવતા નથી, અથવા જાણવામાં આવે તે પણ હૃદયથી રાજી થતા નથી, તે આત્માને પણ વાસ્તવિક સુખની પ્રાપ્તિ સંભવિત નથી. ગુણી આત્માના બહુમાન વિના ગુણની પ્રાપ્તિ શકત્ર નથી તેમ સુખીના સુખને જોઈને ષિત નહિ થનારને કે ઇર્ષ્યાગ્નિથી બળનારને પણ સાચા સુખની પ્રાપ્તિ સુલભ નથી. સુખ એ પ્રકારનાં છે, એક વૈયિક અને ખીજી' આત્મિક. વિષયાથી થનારૂ' સુખ અપથ્ય આહારથી થનારી તૃપ્તિ જેવું પરિણામે અસુંદર છે, તેથી સ્વ કે પરના વૈયિક સુખાને જોઇને સંતુષ્ટ થવું એ સાચી પ્રમેાદ-ભાવના નથી. સાચી પ્રમેાદભાવના તા પરિણામે સુંદર, હિત, મિત અને પથ્ય આહારના પરિભાગથી થનારી ચિરકાલીન તૃપ્તિ સમાન છે. એવાં સુખ પેાતાને મળતાં જે સ્વાભાવિક આનă થાય તેવા જ આનંદ પરનાં સુખા દેખીને થવા જોઇએ. ܀ આત્મિક સુખાની પરાકાષ્ટા તા મેહાર્દિના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થનારા અવ્યાખાધ અને શાશ્વતસુખસ્વરૂપ મેાક્ષમાં છે. એ મેાક્ષસુખને પ્રાપ્ત થએલા મહાપુરૂષાના સુખને જોઇને હૃદયમાં આહ્લાદ થવા, એટલું જ નહિ, પણ એ મેાક્ષસુખના માર્ગે રહેલા મહામુનિવરોથી માંડીને સભ્યષ્ટિ અને માર્ગાનુસારી પંતના જીવાના ગુણાને અને સુખાને દેખીને હર્ષિત થવું તે પણ પ્રમેાદભાવનાના વિષય છે. એ હર્ષ પ્રગટાવવાનાં મુખ્ય સાધના મન, વચન અને કાયા છે. મનથી આદર, વચનથી પ્રશંસા અને કાયાથી 18 Page #22 -------------------------------------------------------------------------- ________________ - અસકતા શા વન્દન નમસ્કારાદિ કરવાથી પ્રભેદભાવ પ્રગટ થઈ શકે છે. ગુણ આત્માની સ્વ–પર ઉભયકૃત વન્દનાદિ પૂજા જેઈને સર્વ ઈન્દ્રિયોથી અભિવ્યક્ત થતે હર્ષ જ્યારે સ્વભાવસિદ્ધ બને ત્યારે પ્રમોદભાવના પરિપૂર્ણ થાય છે. ૪. પરોપામુપેક્ષા દોષો બે પ્રકારના હોય છે, એક સાધ્ય અને બીજા અસાધ્ય. અસાધ્ય દેવાળા આત્માઓને દેખીને સ્વાભાવિક રીતે જ તેના પ્રત્યે મનુષ્યને રોષ પ્રગટે છે, તે વખતે ઉપેક્ષા (માધ્યચ્ચ)ભાવના ખાસ હિતકર છે. ઉપેક્ષાભાવના કે માધ્યભાવના કર્મની પ્રબળતા અને પરતંત્રના વિચાર કરાવે છે, અને તેથી આવેલે રેષ શમાવી દે છે. આ માધ્યચ્યભાવ જેમ અસાધ્ય દોષવાળા પ્રાણીઓ પ્રત્યે કેળવવાને છે તેમ સુખ આપવા માટે સર્વથા અસમર્થ એવાં વિષયનાં સુખે પ્રત્યે પણ કેળવવાને છે. ચાર ગતિમાં વિવિધ પ્રકારનાં દુઃખોને અનુભવતે જીવ ફવચિત મનુષ્ય અને દેવાદિ ગતિએને વિષે સર્વ ઇન્દ્રિઓને ઉત્સવ કરાવનારાં તથા મનને આહૂલાદ આપનારાં વિષય સુખને પામે છે, પરન્તુ તે વખતે તેની અસારતા અને ક્ષણવિનશ્વરતાને નહિ જાણતા તે તેના ભાગમાં આસક્ત બની જાય છે અને પરિણામે અનંત દુઃખનો અધિકારી થાય છે. માધ્યચ્ચ ભાવનાના મર્મને પામેલે આત્મા તે વખતે વિષયસુખની અસારતાને અને કદાચિલ્કતાને (તેનું કોઈક જ વાર મળવાપણું અને મળ્યા પછી તુરત જ ચાલી જવા પણું) જાણતો હોવાથી તેના પ્રાયે ઉદાસીન ભાવને ધારણ કરી શકે છે ! 19 Page #23 -------------------------------------------------------------------------- ________________ અને તેથી મટી આપત્તિઓથી તે બચી જવા પામે છે. માધ્યચ્યભાવનાને ભાર્ધનારે એમ જાણે છે કે દુનિયાની કોઈ પણ સચેતન કે અચેતન વસ્તુ સુખ-દુખની ઉત્પાદક નથી, પરંતુ જીવને તે વસ્તુ ઉપર રહેલો રાગદ્વેષ સુખદુઃખની કલ્પના કરાવે છે. સુખ–દુઃખનું કારણ અન્ય પ્રદાર્થ નથી પણ મહાદિકના વિકારથી પિતાના આત્મામાં ઉત્પન્ન થતે રાગદ્વેષને પરિણામ જ છે. પદાર્થો તે પિતાના સ્વરૂપમાં રહેવાને વ્યવસ્થિત થયેલા છે, પણ પોતે જ પિતાનો સ્વભાવ છેડીને રાગદ્વેષ રૂપી વિભાવમાં પડે છે અને તેથી સુખી અથવા દુઃખી થાય છે. એ રીતે સુખને આશ્રય પદાર્થોને નહિ, પણ પોતાના આત્માને જ માનતો જ્ઞાની જીવ જગતના તમામ સચેતન કે અચેતન પદાર્થો ઉપર મધ્યસ્થભાવ ધારણ કરી શકે છે અને તે જ માધ્યચ્યભાવનાની પરાકાષ્ટા ગણાય છે. આ ચાર ભાવનાઓ મહાપુરૂષોને પણ વારંવાર અભ્યાસથી પ્રાપ્ત થાય છે, અનેક જન્મમાં અભ્યાસ દઢ થયા બાદ આ ભાવનાઓ આત્મસાત્ થાય છે. કારણ કે એની પ્રતિપક્ષી અશુદ્ધ વૃત્તિઓ જીવને અનાદિ કાળથી લાગેલી હોય છે. ક્રોધ, દ્રોહ, ઈર્ષ્યા, અસૂયા, આદિ વૃત્તિઓ મિત્રી પ્રદ કારૂણ્ય આદિ ભાવનાની પ્રતિપક્ષી છે અને તે અનાદિ કાળથી જીવને લાગેલી હોય છે. મિત્રીભાવના દૃઢ થવાથી ઈર્ષાભાવ, પ્રમેદભાવના દઢ થવાથી અસૂયાભાવ, કરૂણાભાવના દઢ થવાથી દ્રોહભાવ અને માધ્યચ્ચભાવના પરિણામ પાપ્ત થવાથી ક્રોધભાવ ચાલ્યો જાય છે, આ ચાર સુંદર ભાવનાઓથી સહુ કેઈ આત્માઓ પિતાના જીવનને નિર્મળ બનાવે ! 20 Page #24 -------------------------------------------------------------------------- ________________ ધર્મબીજ * મૈત્રી પ્રમાદ * કરુણા * : લેખકઃ અનાહત માધ્યસ્થ્ય Page #25 -------------------------------------------------------------------------- ________________ SR E BR " शिवमस्तु सर्वजगत :, परहितनिरता भवन्तु भूतगणाः। दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोक ः ॥" અર્થ–સર્વ જગતનું કલ્યાણ થાઓ! સવપ્રાણીઓ પરહિત કરવાની વૃત્તિવાળા થાઓ! દોષ નાશ થાઓ! અને લેક સર્વત્ર સુખી થાઓ !! Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભિક વક્તવ્ય આ વિશ્વ જીવાજીવાત્મક છે. આપણા આત્માને જી અને અજીવો ( સચેતન–અચેતન પદાર્થો) સાથે સંબંધ અનાદિકાળને છે. તે સંબંધને યોગ્ય ન્યાય ન આપવાનાં કારણે જ આપણે અત્યાર સુધી આ સંસારમાં પરિભ્રમણ કર્યું છે. એ સંબંધના ઔચિત્યનું રહસ્ય મિથ્યાદિ ચાર ભાવનાઓમાં રહેલું છે. આ રહસ્યની સમજણ આવતાં જ આધ્યાત્મિક વિકાસ ઝડપી થાય છે. મિત્રી એટલે સર્વ જીવોનાં હિતનું ચિંતન, પ્રમાદ એટલે ગુણેને પક્ષપાત, કરૂણ એટલે દુખીઓનાં દુઃખ દૂર કરવાની ઈચ્છા અને માધ્યચ્ય એટલે પોતાની વિષમ પરિસ્થિતિ પ્રત્યે અથવા પાપી જને પ્રત્યે ઉપેક્ષા, આ ચાર વ્યાખ્યાઓ સામાન્યથી સમજવી; વિશેષ વ્યાખ્યાઓ તે તે તે ભાવનાના વિશેષ વિવેચન પ્રસંગે કરવામાં આવશે. Page #27 -------------------------------------------------------------------------- ________________ મિત્રી ભાવના સર્વજી સાથે આપણે સંબંધ કે હવે જોઈએ, તે બતાવે છે. પ્રમેદભાવના ગુણવાનું પુરૂ અને ધર્મનાં શુભ આલંબન (જિનપ્રતિમાદિ) પ્રત્યેને આપણે સંબંધ કે હવે જોઈએ, તે કહે છે. કરૂણાભાવના દુઃખી પ્રાણીઓ પ્રત્યે આપણે સંબંધ કે હવે જોઈએ, તે સૂચવે છે. માધ્યચ્ચભાવના પાપી જને પ્રત્યે, સર્વ અચેતન વસ્તુઓ પ્રત્યે અને તે વસ્તુઓનાં સંપર્કમાં આવવાથી ઉત્પન્ન થતા આત્મિક વિભાવે પ્રત્યે આપણે સંબંધ કેવો હોવો જોઈએ, તે દર્શાવે છે. આવી રીતે આ ચાર ભાવનાઓને વિષય સમગ્ર સચેતન અને અચેતન વસ્તુઓ બને છે. આ ચાર ભાવનાઓ જીવ માટે નવી નથી, અનાદિકાળથી તે વિપરીત (વાસના) રૂપે જીવમાં રહેલી છે. જીવને પ્રત્યેક અધ્યવસાય ( આત્મપરિણામ) આ ચાર ભાવનાઓમાંની એકાદથી તે અવશ્ય રંગાયેલો હોય છે. ધર્મની પ્રાપ્તિ પૂર્વે આ ચાર ભાવનાઓને વિષય વિપરીત હેય છે; ધર્મપ્રાપ્તિ પછી તે સમ્યફ બને છે. અધાર્મિક અવસ્થામાં મૈત્રી (નેહ) કેવળ પિતાના આત્મા જેટલી જ સંકુચિત હોય છે, અર્થાત્ આત્મા કેવળ પિતાના જ સુખની ચિંતા કરે છે; જ્યારે ધાર્મિક અવસ્થામાં તે સર્વના સુખની (હિતની) ચિંતા કરે છે. પ્રથમ અવસ્થામાં પ્રદ કેવળ પિતાના ગુણે પ્રત્યે હોય છે, જ્યારે દ્વિતીય વિભાવ=આત્માની અસ્વસ્થતા (રાગ, દ્વેષ વગેરે.) Page #28 -------------------------------------------------------------------------- ________________ અવસ્થામાં તે પ્રમેાનું સ્થાન સર્વગુણી જીવા બને છે. પૂર્વદશામાં કરુણાના વિષય કેવળ વ્યક્તિગત દુઃખ હોય છે, અર્થાત્ ‘મારું દુઃખ દૂર થાઓ, ' એવી સંકુચિત ઇચ્છારૂપે હેાય છે; જ્યારે ઉત્તર દશામાં કરૂણા સર્વ દુ:ખી જીવાનાં દુઃખ દૂર કરવા જેટલી વિશાળ અને છે. અજ્ઞદશામાં માધ્યસ્થ્ય (ઉપેક્ષા)ના વિષય ધર્માત્માઓ, ધર્મ અને ધર્મનાં સાધના હોય છે; જ્યારે જ્ઞાનદશામાં માધ્યસ્થ્ય પાપાત્માઓ, પાપનાં સાધના અને પાપ પ્રત્યે હાય છે. પૂર્વ અવસ્થામાં બીજાએ તેના પ્રત્યે મંત્રીને ધારણ કરે, એ તેને ઈષ્ટ હાય છે; પણ તે ખીજાએ પ્રત્યે મૈત્રી અતાવતા નથી. ખીજાએ પાતાના ગુણાને જોઈ ને આનદ્ભ પામે, એ તેને ગમે છે; પણ તે ગુણવાન પુરુષો પ્રત્યે પ્રમાદ ધારણ કરતા નથી. તેના કરતાં અધિક સુખી આત્મા તેના પ્રત્યે કરુણાને ધારણ કરે એ તેને રુચે છે, પણ તેના મનમાં દુ:ખી જીવા પ્રત્યે કરુણા ઉત્પન્ન થતી નથી. તેનાથી કાઈ પણ પાપાચરણ થઈ જાય ત્યારે બીજાએ તે વિષયમાં મધ્યસ્થ ( મૌન ) રહે, એ તેને ગમે છે; પણ બીજાએાનાં પાપ પ્રત્યે તે મધ્યસ્થ રહી શકતા નથી. ધર્મ પ્રાપ્તિ પછી આ બધી ભૂમિકાએ ફ્રી જાય છે. ઉપરનાં વિવેચન ઉપરથી સમજાશે કે મય્યાદિભાવા જીવમાં (વિપરીતપણે ) અનાદિકાળથી રહેલા જ છે, પણ ધર્મપ્રાપ્તિ પછી તે ભાવાનાં વિષય ફરી જાય છે. ૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ આ ભાવનાઓનાં વિષય જ્યારે “વિપરીત હોય છે, ત્યારે તેઓ આ અથવા રૌદ્ર ધ્યાનરૂપઝ હોય છે, જેમકે કેવળ પિતાના જ સુખનું ચિંતન તે આર્તધ્યાન છે. ભાવનાના વિષય જ્યારે “સમ્યફ બને છે, ત્યારે આ ભાવના ધર્મધ્યાનનું અંગ બની જાય છે, જેમકે “સર્વના હિતની ચિંતા ” રૂપ મિત્રી એ ધર્મધ્યાનનું એક અંગ છે. ભાવનાઓનાં વિષયની વિચારણા આ રીતે પણ કરી શકાય છે. અધાર્મિક અવસ્થામાં જીવને અન્ય છ પ્રત્યે ઈષ્ય, દ્રષ, અસૂયા વગેરે હોય છે, જ્યારે ધાર્મિક અવસ્થામાં મંત્રી આવે છે. પૂર્વ અવસ્થામાં ગુણિજનો પ્રત્યે ઉપેક્ષા કે તિરસ્કાર હોય છે, જ્યારે ઉત્તર અવસ્થામાં તેમના પ્રત્યે પ્રમાદ આવે છે. પ્રથમ દિશામાં દુઃખીઓનાં દુઃખ તરફ જુગુપ્સા (ધૃણા) કે ઉપેક્ષા હોય છે, જ્યારે ઉત્તર x ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા. જૈન શાસ્ત્રોમાં ધ્યાનમાં આર્ત, રૌદ્ર, ધર્મ અને શુકલ, એમ ચાર પ્રકારે બતાવવામાં આવ્યા છે. તેમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અશુભ હોવાથી હેય છે, ધર્મધ્યાન અને શુકલધ્યાન પવિત્ર હોવાથી અનુષ્ઠય છે. અપ્રાપ્ત અનુકૂળતાના સંયોગનું, પ્રાપ્ત અનુકૂળતાના અવિયોગનું, અપ્રાપ્ત પ્રતિકૂળતાના અસંગનું અને પ્રાપ્ત પ્રતિકૂળતાના વિયોગનું ચિંતન, તે આર્તધ્યાન છે. આજ આધ્યાન રુદ્ર (ઉગ્ર) બની જ્યારે હિંસા, અસત્ય, ચિરી વગેરેની પરંપરામાં પરિણમે, ત્યારે તે રૌદ્રધ્યાન કહેવાય છે. ધર્મસંબંધી વિચારણા (જીવાદિ તત્વવિચારણ, કર્મ સ્વરૂપની વિચારણા, લોકના સ્વરૂપની વિચારણા, વગેરે) તે ધર્મધ્યાન છે. ધર્મધ્યાનની પરાકાષ્ઠા પછી થતા આત્માનુભવને શુકલધ્યાન કહેવાય છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ અવસ્થામાં કરૂણા હોય છે. પૂર્વે અજ્ઞદશામાં પાપીઓ અને પાપનાં સાધને તરફ પ્રમેદ હોય છે, જ્યારે જ્ઞાનદશામાં તેમના તરફ માધ્યચ્ય હેય છે. તાત્પર્ય એ છે કે જે ભાવનાને જે વિષય ન હોય, તેને તે ભાવનાને વિષય બનાવ, એ “વિપરીતત્વ” છે; જેમ, કેટલાક જીવોને ધર્મ પ્રત્યે અરૂચિ હેય છે, તેઓ પ્રમોદ ભાવનાને વિષય જે ધર્મ ? તેના પ્રત્યે ઉપેક્ષા ધરાવે છે. આને જ ભાવનાનું “અસ્થાન નિયોજન કહેવાય. આવું નિજન જ સંકલેશનું મૂળ છે. - શ્રી શાસ્ત્રકાર ભગવંતે આ ભાવનાઓને ધર્મનું મૂળ કહે છે. તેનું તાત્પર્ય એ છે કે, આ ચાર ભાવનાએથી ધર્મની શરૂઆત થાય છે, ધર્મ પુષ્ટ બને છે અને ધર્મનાં પ્રત્યેક અંગમાં આ ચાર ભાવનાઓમાંની એકાદ ભાવના તે હોય જ છે. આપણું મને ભૂમિમાં પણ જે ધર્મ” રૂપ કલ્પવૃક્ષને કાયમ રાખવો હોય, તે તે કલ્પવૃક્ષના મૂળ રૂપ આ ભાવનાઓને આપણે પુષ્ટ કરવી જ પડશે. પિતાના ચિત્તમાં રહેલા ભાવનાઓનાં આ વિપરીત્યને દૂર કરીને “સમ્યકત્વ'ને લાવવું, એ સાધકનું પ્રથમ કર્તવ્ય અને છે. ક્ષયરોગવાળાને જેમ વસંતમાલતી, સુવર્ણ, લોહ, અબ્રખ વગેરે રસાયણે પુષ્ટિ આપે છે, તેમ આ ચાર ભાવનાઓ આર્ય અને રૌદ્રધ્યાનથી થતા આંતરિક ક્ષયને નાશ કરીને ધર્મધ્યાનરૂપ આત્મદહને પુષ્ટ કરે છે. ત્રુટિત Page #31 -------------------------------------------------------------------------- ________________ થયેલી ધર્મધ્યાનની ધારાને આ ભાવનાઓ જોડી આપે છે.* વિવેક અને વૈરાગ્યથી સંપન્ન, જિતેન્દ્રિય, સ્થિરાશય, ઉદ્યમી, પ્રશાંત, ધીર, સુપ્રસન્ન અને અપ્રમત્ત એવા મુમુક્ષુએ અયોગ્ય પદાર્થોમાં જતી મને વૃત્તિઓને રોકીને આ ચાર ભાવનાઓ નિરંતર ભાવવી જોઈએ. + આત્માન માયનું આમિઃ માવનામિર્મામતિઃ | त्रुटितामपि संवत्त विशुद्धां ध्यानसंततिम् ॥ (ગશાસ્ત્ર. ૪. ૧૨૨.) પ્રાન્ત આ પુસ્તિકા લખવામાં છઘસ્થપણાથી ઉપગ શૂન્યતાથી કે પ્રેદેષ વિગેરે કારણેથી કઈ ભૂલ રહેવા પામી હાય અથવા શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કંઈ લખાયું હોય તેને મિચ્છામિ દુક્કડં દેવા સાથે વાચકને ક્ષતિ સુધારી લેવા વિનંતિ કરીને વિરમું છું. લેખક : અનાહત | [ સિદ્ધાન્ત મહેદધિ કૃપાસિંધુ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયમસૂરીશ્વરજીના વિદ્વાન શિષ્ય પૂ. શ્રી ભાનુવિજયજીગણિ શિષ્ય મુનિ તત્તાનંદવિજય.] Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧ મૈત્રીભાવના (Universal Love) Page #33 -------------------------------------------------------------------------- ________________ મેાહના કારણે પાતા કરતાં અધિક સુખી માણસને જોઇને તેના પર સામાન્ય માણસને ઇર્ષ્યા થાય છે. ઇર્ષ્યા એટલે પારકાનું સુખ સહન ન થવું, વારંવાર થતી ઈર્ષ્યામાંથી અસૂયા ઉત્પન્ન થાય છે. અસૂયા એટલે બીજાના ગુણામાં દોષોના આરેાપ. જેના પર અસૂયા થાય છે, તેનાં ગુણા પણ દોષરૂપે દેખાય છે. ઇર્ષ્યાને વશ થયેલા માણસને ‘ સારૂં થયું તેને ( સુખીને ) સુખ મળ્યું, ’ એવા વિચાર સ્પર્શીતા પણ નથી. આ ઈર્ષ્યાનું મૂળ તેને ખીજાના જેવું સુખ નથી મળ્યું, તેના અસતાષ એ છે. સામાન્યતઃ જીવાના મનમાં ‘મને જ બધું સુખ મળેા, મને જ બધાં સુખનાં સાધન પ્રાપ્ત થાઓ,' એવી ઇચ્છા અનાદિ કાળથી દૃઢ થયેલી હાય છે. આ ઇચ્છા જ્યારે પૂર્ણ થતી નથી, ત્યારે તેને સંકલેશ (માનસિક દુઃખ ) થાય છે. આ ઈચ્છા જેટલા પ્રમાણમાં અધિક, તેટલું જ તેનું જીવન અશાંતિમય Page #34 -------------------------------------------------------------------------- ________________ અને છે. વિશ્વમાં થતા અનેક અનર્થોનું મૂળ પણ આ ઈચ્છા છે. ઉપર બતાવેલી ઈચ્છા એ કુવાસના છે, તે આત્માને રેગ છે. તેના પ્રતિકાર માટે મિત્રી ભાવના એ પરમૌષધરૂપ છે. બીજાને સુખી જોઈ તેના પર ઈર્ષ્યા કે અસૂયા ન કરતાં, તેને આપણે મિત્રની આંખે જવું જોઈએ. “બધા સુખી થાએ, કઇપણ દુઃખી ન જ થાઓ, બધાનું દુઃખ દૂર થાઓ, હું સર્વને મિત્ર છું, બધા મારા મિત્ર છે, કેઈની સાથે મારે વેર નથી, કેઈપણ મારે અપરાધી નથી, ઈત્યાદિરૂપ મૈત્રીભાવના એ મિત્રની આંખ છે. જે રીતે આપણે આપણા અત્યંત પ્રિય મિત્રને જોઈએ છીએ, તે જ રીતે સર્વ પ્રાણુઓને જોતાં શીખવું જોઈએ. જેમ આપણને આપણા મિત્રના સુખની જ ચિંતા સદૈવ રહ્યા કરે છે, આપણા બધા પ્રયત્નો એનું દુઃખ દૂર કરવા માટે હોય છે, આપણને એના ગુણે જ દેખાય છે, એના દેશોને આપણે ગૌણ બનાવીએ છીએ, એની ઉન્નતિ જ આપણને ગમે છે, તેમ સર્વ જી પ્રત્યે થવું જોઈએ. જેમ સૂર્ય * બધાને સમાન રીતે પ્રકાશ આપે છે, તેમ આપણે પણ સર્વ જીવોને સમાન રીતે જોતાં શીખવું જોઈએ. દરેકને પોતાના આત્મા પર સ્નેહ હોય છે. તે પિતાના જ સુખની ચિંતા કરે છે. બધાં સુખ અને મળે, કેઈપણ દુઃખ મને ન આવો,’ એવી વાસના * સંસ્કૃતમાં સૂર્યને “મિત્ર' પણ કહેવાય છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ જીવને અનાદિ કાળથી હોય છે. નેહપૂર્વક અનુભવેલા સુખમાંથી, “આ સુખ. મને સર્વદા પ્રાપ્ત હે,” એવી રાગાત્મક ચિત્તવૃત્તિ (વાસના) ઉત્પન્ન થાય છે. સુખનાં સઘળાં સાધનની પ્રાપ્તિ ન થવાથી આ રાગ ચિત્તને વિક્ષિપ્ત બનાવી કલુષિત કરે છે. આ વાસના નીચે દબાચેલે જીવ ઈષ્ટ વસ્તુના વિયોગમાં અને અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં આર્તધ્યાનને પરવશ બને છે. તેને સંકલેશ વધતો જ જાય છે. આવી અવસ્થામાં વ્યક્તિગત સનેહને સર્વ જીવેના સુખ જેટલો વિશાળ બનાવવો જોઈએ. સર્વ જી સુખી થાઓ,” એ ભાવનામાં પિતાનાં દુઃખ વિલીન થઈ જાય છે અને તે દુઃખના કારણે થતા સંકલેશે પણ નાશ પામે છે. આપણને જ્યારે બિમારી વગેરે કોઈ દુઃખ આવે, ત્યારે આપણે પિતાને ભૂલી જઈને બીજાઓનાં દુઃખ દૂર કરવાની પ્રવૃત્તિમાં આપણા મનને લગાડીએ, તે પરમ શાંતિ મળે છે. બીજાને સહાય કરવી એ પિતાનાં દુઃખને મટાડવાનું અમેઘ ઔષધ છે. દુઃખમાં આપણે કેવળ આપણે જ વિચાર કર્યા કરીએ અને એ દુઃખને મટાડવાના લાખ ઉપાયે કરીએ, તે પણ આપણને તે શાંતિ * समस्तसत्त्वविषयकस्नेहपरिणामो मैत्री । સ્નેહરૂપ આત્મ-અધ્યવસાયને સમસ્ત છ જેટલા વિશાળ બનાવવો તે મૈત્રી છે. (ગશાસ્ત્ર ૪. ૧૧૮. ટીકા) Page #36 -------------------------------------------------------------------------- ________________ મળતી નથી, જે પારકાના હિતની ચિંતાથી મળે છે. દુઃખને દૂર કરનાર પુણ્ય (શાતાવેદનીય કર્મ ) છે, તેની પ્રાપ્તિ ખીજાએનાં દુઃખ દૂર કરવાથી થાય છે. આ રીતે મૈત્રીભાવના અખૂટ પુણ્ય ઉપાર્જન કરાવીને આપણને અનુપમ શાંતિ આપે છે; આવી જ રીતે સુખીઓનું સુખ જોઈને અનીર્ષ્યા પણ આપણા સુખમાં કારણ અને છે. અન્યાય કાઈ પણ વ્યક્તિ બીજા જીવ પર જ્યારે કરે છે, ત્યારે તે જીવનુ મન તે વ્યક્તિપ્રત્યે વૈર વાળવા માટે પ્રવૃત્ત બને છે. આવુ. વૈરવાળુ મન અશાંત અને શ્યામ અને છે. આ અશાંતિનું મૂળ ચિત્તમાં રહેલી અનિમલતા છે. માલિન્યના કારણે ચિત્ત વિવશ બને છે અને અન્યાયી તરફ દ્વેષના રૂપમાં વહેવા લાગે છે. વૈર વડે વૈર કંઈ પણ શમતુ નથી, કિન્તુ વૃદ્ધિ પામે છે. વૈરાદિના કારણે મનુષ્યને ખીજાનુ' મૂરૂ કરવાની ઈચ્છા જાગે છે. આ ઈચ્છા ચિત્તને અત્યંત વિહ્વળ અનાવે છે. વૈરની વૃત્તિએના પ્રવાહ આપણી અનેક શક્તિઓના નાશ કરે છે. તે પુણ્યને બાળી નાખે છે. કેવળ મૈત્રી ભાવના જ વરના આ પ્રવાહને ફેરવી શકે તેમ છે. મૈત્રીથી શક્તિઓને હાસ અટકે છે, એટલુ' જ નહિ, કિન્તુ નવી શક્તિએ મળે છે. આ શક્તિએ આપણને પરોપકારાદિ સત્કાર્ય માટે વધુ ચાગ્ય બનાવે છે. મૈત્રીભાવના અને કરુણાભાવના ઘણીવાર એક બીજા ૧૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ સાથે સંકળાયેલી હોય છે, છતાં “પરહિત ચિંતા મિત્રી” અને ‘પર દુઃખ પ્રહાણેચ્છા કરુણું” એ વ્યાખ્યાઓથી તે બેને પૃથફ કરી શકાય તેમ છે. મત્રીભાવનાની સાધનામાં નીચેના છ પગથિયાં ગોઠવી શકાય તેમ છે (૧) “જેમને મારા પર ઉપકાર છે, તેમની સાથે હું મિત્રની જેમ જ રહીશ, તેમને દ્રોહ હું કદી પણ કરીશ નહિ,” એવી ભાવના શરૂઆતમાં કેળવવી જોઈએ. આ ભાવનાથી કૃતજ્ઞતા ગુણની સિદ્ધિ થાય છે. કૃતજ્ઞનું કામ કરવા માટે સહુ કોઈ પ્રેરાય છે. " (૨) ઉપરનું પહેલું પગથિયું સિદ્ધ થયા પછી, આપણી મૈત્રીભાવનાનો વિષય બધા જ સ્વજન બનાવવા જોઈએ. આ ભાવનાથી સ્વજનેમાં સંપ થાય છે અને તસંબંધિ અનેક કલેશને અંત આવે છે. ૩) પછી, આપણી નિશ્રામાં રહેલ વ્યક્તિઓ (નેકરવર્ગ વગેરે) પ્રત્યે મિત્રતા કેળવવી જોઈએ. (૪) પશ્ચાત્, આપણા સંબંધમાં આવતી સર્વ વ્યક્તિઓને મિત્રની આંખે જોવું જોઈએ, આવી ભાવનાથી સહુ કેઈ આપણી મિત્રતાને ઈચ્છવા લાગે છે. | (૫) તદનંતર, આપણી મિત્રીભાવનામાં અનુક્રમે સાધાર્મિક, ગ્રામ, પ્રાંત, દેશ અને માનવજાતને સમાવેશ કરવું જોઈએ. (૬) અંતમાં, આપણે સર્વ જીવેના મિત્ર બનવું જોઈએ. ૧૨ Page #38 -------------------------------------------------------------------------- ________________ ' મૈત્રીભાવનાને અનુકૂલ કેટલીક વિચારણાઓઃ - ૧. “પરસ્પરોપકો ડીવાનજી પરસ્પર ઉપકારક છે, અર્થાત એકબીજા પર ઉપકાર કરવો એ જીવેનો સ્વભાવ છે. કોઈ પણ જીવ બીજા પર સ્વભાવથી અપકાર કરતે નથી, કિન્તુ કમને પરાધીન એ તે બીજા પર અપકાર કરવા માટે કર્મથી જ પ્રેરાય છે. જીવ સ્વયં નિરપરાધી છે, અપરાધી તે કર્મ છે. ૨. આ માનવભવ અત્યંત દુર્લભ છે. તેમાં કેવળ ધર્મની જ સાધના કરવી જોઈએ. ક્ષમા, ઔદાર્ય, સજ્જનતા વગેરે અનેક સદ્દઘુણોને કેળવવા માટે આ જન્મ છે, એમાં વળી ક્રોધ, ઈર્ષ્યા, અસૂયા, વર વગેરેને સ્થાન હોય ? ૩. આ ભવમાં કરેલ વૈરવિરોધની પરંપરાઓ અનેક ભ સુધી ચાલે છે. ચંડકૌશિક વગેરેનાં દૃષ્ટાંતે આ વાતનું સમર્થન કરે છે. રાવણ અને લક્ષ્મણના ભાવમાં વાવેલાં વરનાં બીજે તેમને હજી પણ નરકમાં લડાવી રહ્યાં છે. વિર બાંધનાર આત્મા પિતાનાં જ સુખના માર્ગમાં કંટક વેરે છે. ૪. વૈરવિધના બદલે મિત્રી ભાવનાનાં બીજ નાખવામાં આવે તે આ જીવનમાં તેમજ આગામિ ભમાં આપણને સુખ, શાંતિ, પવિત્રતા, ચિત્તની સ્વસ્થતા વગેરે અનેક શુભ વસ્તુઓ પ્રાપ્ત થાય છે. * જુએ “તત્ત્વાર્થાધિગમસૂત્ર” ૫. ૨૧. 12 Page #39 -------------------------------------------------------------------------- ________________ ૫. આ ભવચકમાં અનાદિકાળથી હું ભમી રહયો છું જગતના જી પૂર્વના અનેક ભામાં અનેક વખત મારા બંધુ થયા છે. આ રીતે બધા મારા બંધુ છે. બંધુ સાથે વૈરવિધ કરવે ઉચિત છે? (આનું જ નામ સાચું વિશ્વબંધુત્વ.) ૬. આ સંસારમાં સર્વ જી મારી સાથે માતા, પિતા, બ્રાતા, ભગિની, પત્ની, પુત્ર, પુત્રી, વગેરે સર્વ કૌટુંબિક સંબંધે વડે જેડાયા છે. માટે આ વિશ્વ મારું કુટુંબ છે. વસુધૈવ કુટુંવ'. કુટુંબીજન સાથે ઈર્ષ્યા, અસૂયા વગેરેને પ્રયોગ કરે એગ્ય છે? ૭. આ વિશ્વમાં માણસ, ગાય, ઊંટ વગેરે જે કાંઈ વિચિત્ર દેખાય છે, તે કર્મકૃત છે. ગાય, ઊંટ, રાસભ, કીડી, દેવ, નારકી વગેરે બધામાં આત્મા તે સમાન જ છે. તેનાં દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે ગુણે પણ નિશ્ચયથી સમાન જ છે. આ જીવમાં ભવ્યત્વ (મેક્ષગમનોગ્યતા) પણ છે, આવા સમાન ગુણવાળા ભવ્ય જી સાથે લડવું એ શું વાજબી છે ? મિત્રીભાવનાને દઢ કરવા માટે આવી અનેક વિચારણાઓ કરી શકાય તેમ છે. મુમુક્ષુ આત્માને તે વિચારણાએ સ્વયમેવ કુરે છે. જન શાસ્ત્રો મુજબ પ્રત્યેક જીવ બીજા જીવો સાથે સર્વ સંબ માં આવ્યો છે, કારણ સંસાર અનાદિ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ મેતા મહામુનિ વગેરે મત્રીભાવનાના જ્વલંત દૃષ્ટાન્તા છે. જવલાં ચણી ગયેલ પક્ષીના પ્રાણ બચાવવા માટે પોતાનાં પ્રાણાના ભાગ આપનાર એ મહાત્માની કેવી અદ્ભૂત મૈત્રીભાવના ! ચરમતીર્થપતિ શ્રમણભગવાન શ્રીમહાવીર પ્રભુ તે મૈત્રીભાવનામય હતા. કાનમાં ખીલા ઠાકનાર પ્રત્યે, પગ ઉપર ખીર રાંધનાર પ્રત્યે કેવી સુંદર મૈત્રી ! * સગમના પ્રસગમાં તે તેના આત્માને થયેલી હાનિની વિચારણામાં પ્રભુની આંખો અશ્રુથી આર્દ્ર બની ગઇ હતી. કેવી અલૌકિક મૈત્રી ! જૈન પ્રવચન અહિંસામય અને ક્ષમાપ્રધાન હોવાથી તે મૈત્રીમય જ છે. અહિંસા અને ક્ષમા એ મૈત્રીનાં અ ંગે છે. અહિંસા એટલે સમગ્ર જીવરાશિ પ્રત્યેના પ્રેમ (Reverance for Life). સત્ય, અચૌય વગેરે ખીજા વ્રતા પણ અહિંસાની સિદ્ધિને કરનારાં હોવાથી મૈત્રીનાંજ અગા છે. જિનપ્રવચન x અનેકાંતમય છે. આ પ્રવચનમાં સ નયાને સમાન સ્થાન છે. આવી સર્વનયસાપેક્ષતા માત્ર જૈનદનમાંજ છે. આ સર્વનયનસાપેક્ષતા પણ મૈત્રીના જ એક પ્રકાર છે, કારણ કે કોઇપણ નયને અન્યાય ન થાય, એ તેનું મુખ્ય લક્ષ્ય છે. * પ્રભુ ઉપર અનેક ઉપસર્ગા કરનાર દેવતા. ×અનેકાન્તવાદ (સ્યાદ્વાદ) અને નયાનું સ્વરૂપ ગ્રંથાથી જાણવું. ૧૫ અનન્યાયના Page #41 -------------------------------------------------------------------------- ________________ બીજા દર્શનમાં મિત્રી કહેલી છે, પણ તે માનવજાત જેટલી જ પરિમિત છે; “ગ” દર્શનની મિત્રીના વિષય કેવળ સુખી જીવે છે, જ્યારે જૈનદર્શને તે એકેન્દ્રિયાદિ સર્વ પ્રાણીઓના હિતની ચિંતાને મિત્રી કહી છે. . મૈત્રીભાવનાના સતત અભ્યાસથી ઈર્ષ્યા, અસૂયા, વિર વગેરે અનેક માનસિક મળે નાશ પામે છે, તેથી ચિત્ત નિર્મલ અને પ્રસન્ન બને છે, અર્થાત્ યોગની સાધના માટે ચિત્ત યોગ્ય બને છે. મિત્રીભાવનાના પ્રભાવથી આપણને સત્વ, શીલ, સજજનતા, ઔદાર્ય, વિશાળતા વગેરે અનેક સદ્ગુણોની પ્રાપ્તિ થાય છે. ચિત્તમાં રહેલા દ્વેષાદિ ભલે વસ્તુસ્વરૂપના યથાર્થ જ્ઞાનમાં પ્રતિબંધક છે. મૈત્રીભાવનાથી તે મલે દેવાઈ જાય છે અને આપણને નિર્મલ બેધની પ્રાપ્તિ થાય છે. મિત્રીભાવના વડે સર્વ પ્રાણીઓ આપણું તરફથી નિર્ભય બને છે અને પરિણામે આપણને પણ સાર્વભૌમ નિર્ભયતા સિદ્ધ થાય છે. - આધુનિક જગતના અનેક જટિલ પ્રશ્નોનું સમાધાન મૈત્રીભાવનામાં રહેલું છે, તેથી તે સમાધાનને ઈચ્છતા વિચારકેને અંતે મૈત્રીભાવનાનું શરણ લેવું જ પડશે.” સર્વ પુરુષોએ સમગ્ર વિશ્વને મિત્રની આંખે જોયું છે અને તેથી જ તેઓ મહાત્મા કહેવાયા છે. શ્રી તીર્થ કર ભગવતેના સમવસરણમાં જન્મજાત વૈરવાળા પ્રાણીઓ પણ એકત્ર બેસી શકે છે, એ તેમણે પૂર્વે સેવેલી મૈત્રી ભાવનાને જ પ્રભાવ છે. વાય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ આવે, બધા મળીને રોજ સવારમાં (નીચેની) મૈિત્રીભાવનાથી આપણું હદયને વિશાળ અને પવિત્ર બનાવીએ સર્વને મિત્ર છું, બધા મારા મિત્ર છે, કેઈ પણ જીવ પાપ ન કરે, કઈ પણ દુઃખી ન થાઓ, બધા સુખી થાઓ, બધા નિરામય થાઓ, કેઈની સાથે પણ મારે વર નથી, કોઈ પણ મારે અપરાધી નથી, સર્વને ધર્મનાં સાધનની પ્રાપ્તિ થાઓ, બધા ધર્મને પામે, વૈર, ઈર્ષ્યા, અસૂયા, અપમાન, મત્સર, દ્રોહ વગેરે કરનારા પ્રાણીઓની તે તે અશુભવૃત્તિઓ નાશ પામે, બધાના રાગ-દ્વેષ શમી જાઓ, બધા પારકાના હિતમાં રત બને, બધાને સમત્વરૂપ મહાઅમૃતની પ્રાપ્તિ થાઓ, બધા જીવો દર્શન, જ્ઞાન અને ચારિત્રની સાધનામાં ખુબ ખુબ આગળ વધે, સર્વ જી કર્મોથી મુકત થાઓ અને સર્વ આત્માઓ પરમકલ્યાણને પામે.” Page #43 -------------------------------------------------------------------------- ________________ मा कार्षीत्कोऽपि पापानि मा च भूत्कोऽपि दुःखितः । मुच्यतां जगदप्येषा मतिमैत्री सतां मता ॥ (કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કૃત યોગશાસ્ત્ર ૪. ૧૧૮.) • કોઇપણ જીવ પાપ ન કરો, કોઇપણ પ્રાણી દુ:ખી ન થા અને જગત્ કર્મથી મુક્ત થાઓ, ’ઇત્યાદિરૂપ મૈત્રીભાવના સત્પુરુષોને પ્રિય છે. शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखिनो भवन्तु लोकाः ॥ અખિલ જગતનું કલ્યાણ થાઓ, સર્વ પ્રાણીએ બીજાના હિતમાં તત્પર બને, દોષો નાશ પામેા અને લેાકેા સર્વત્ર સુખી થાઓ. (બૃહુચ્છાન્તિ સ્તંત્ર) सर्वेऽपि सन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिदुःखभाग्भवेत् ॥ બધા સુખી થાઓ, સવ નિરામય (રોગરહિત) થાઓ, સમગ્ર જીવે। કલ્યાા ( સમીહિતની સિદ્ધિએ )ને જુએ (પામા), કોઇ પણ દુ:ખી ન થાઓ. ૧૮ Page #44 -------------------------------------------------------------------------- ________________ મિત્રીભાવના (સંક્ષિપ્ત) ૨ નિમિત્ત કારણના નિમિત કારણ સંઘર્ષમાં આવતું ઉપદાન કારણું ! ઉપાદાન કારણરૂપ વૃત્તિઓને આકાર નિમિત્ત અને ઉપાદાન-] તે મળોના કારણના સંઘર્ષથી ઉત્પન્ન | કારણે થતા થતા ચિત્તમળે | અનર્થો - સુખી કે પુણ્યનું સ્વાર્થ, સ્નેહ, “મનેજ બધાં સુખ મળે. સુખી પર ઈષ્ય, અસૂયા. પિતાના તેમજ વાન છો ? પિતાના વ્યક્તિગત T “મને કોઈ પણ દૂખ | દ્રષ, વગેરે. બીજાના સુખને અથવા | સુખ ઉપરને રાગ, ન આવે. | કઈ જીવ પિતાના સુખમાં નાશ, કલહ સર્વ જીવે બીજાનું પૂરું કરવાની “મારી સાથે અન્યાય | ભાગ પડાવવા આવે ત્યારે મારામારી, | મલિન વૃત્તિ, વગેરે.| કરનાર દુઃખી થાઓ. | વૈર, કોધ, વગેરે. યુદ્ધો,અશાંતિ, ઇત્યાદિ. કોઈ દુ:ખ આપે ત્યારે વિગેરે. વૈર, ક્રોધ, બુરું કરવાની ઈચ્છા, વગેરે. Page #45 -------------------------------------------------------------------------- ________________ २० ૬ ચિત્તમલનાશક અને ચિત્તસુખ વક ઉપાયા ७ ८ ઉપાયે નેાતિની ટૂંકી સંગ્રાહક વ્યાખ્યા શબ્દ વ્યક્તિગત સ્વાર્થ ને | છેડી દઇને બધા સુખી થાઓ. કોઈ પણ દુ:ખી ન થાઓ; એવી મૈત્રીભાવના (સક્ષિપ્ત) ભાવના; ઇર્યાં અસૂયા, વગેરેના ત્યાગ, બધા જીવાને મિત્રની આંખે જોવું; મારે કાઇનૌ સાથે વૈર નથી;’ વગેરે. ૯ પ્રકાશ મૈત્રી પરહિત- ઉપકારવિષયક મૈત્રી, મેતા મહામુની, ભાવના ચિંતા "" શ્રમણુ ભગવાન્ શ્રીમહાવીર પ્રભુ, વગેરે. સ્વજન આશ્રિત પરિચિત સાધર્મિકાદિ,, ,, 99 "" .. י દેશ "" માનવજાત 2 સજીવ વગેરે. 55 ૧૦ દૃષ્ટાંતા "" ,, ,, 99 ૧૧ વિચારણાએ પરસ્પરોપત્રો जीवानाम्, અપરાધી કેમ છે, માનવભવની દુ ભતા, વેરનાં કટુ ફળા, વિશ્વખ ધ્રુત્વ, वसुधैव कुटुंबकम् નિશ્ચયથી સ વેાની સમાનતા, વૈચિત્ર્ય કર્મ-કૃત છે, વગેરે. Page #46 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના (સંક્ષિપ્ત) ૧૨ સામાન્ય ફળો] વિશિષ્ટ ફળો શેષ અદાઓ ૧૫ કો પિતાનાં તેમજ વરનાશ, નિર્ભયતા, જિનપ્રવચન અહિંસામય, બાજાનો સખમાં પરોપકારિતા. કતજ્ઞતા ક્ષમાપ્રધાન અને અનેક વૃદ્ધિ વિશ્વશાંતિ, ઔદાર્ય, વિશાળતા, તમય હોવાથી મૈત્રીમય વગેરે. 1 સજજ સજજનતા, વગેરે છે, ઈત્યાદિ. ગુણે પ્રગટ થાય છે; સર્વ પ્રાણીઓ આપણું મિત્ર બને છે, તેઓ આપણાથી નિર્ભય બને છે; અહિંસાદિ વાતોમાં | સિદ્ધિ મળે છે; સમવસરણમાં જન્મજાત વિરવાળા પશુઓ પણ એકત્ર બેસી શકે છે, | સત્વ, શીલ, અને પ્રજ્ઞામાં વૃદ્ધિ થાય છે, વગેરે. | मा कार्षीत्कोऽपि पापानि, ની ૧ Jિ૧ લિ' | मुच्यतां जगदप्येषा, मतिमै त्री सतां मता ॥१॥ शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः! दोषाः प्रयान्तु नाश, सर्वत्र सुखीभवन्तु लोकाः ॥२॥ सर्वेऽपि सन्तु खुखिनः, सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिदुःखभाग्भवेत् ॥३॥ Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદભાવના Page #48 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં ફળ જીવને ગમે છે, પણ ધર્મ કરે તેને ગમતું નથી, પાપનાં ફળે તરફ તેને અણગમે છે, પણ પાપ કરવાથી તે દૂર રહી શકતો નથી. ધર્માચરણ ન ગમવાનું કારણ તેને ધર્મ તરફ ઉપેક્ષા છે. ધર્મ પ્રત્યેની ઉપેક્ષા તેને ધમ આત્માઓ પ્રત્યે ઉપેક્ષાભાવવાળે બનાવે છે. વાસ્તવિક રીતે ઉપેક્ષા પાપ અને પાપીઓ તરફ હેવી જોઈએ, પણ ત્યાં તેને ઉપેક્ષાને બદલે પ્રમોદ (માનસિક હર્ષ) છે. સુકૃત અને સુકૃતવંત આત્માઓને જોઈને આનંદ થ જોઈએ, પણ ત્યાં તેને ઉપેક્ષા છે. આ ઉપેક્ષાવૃત્તિ અને પ્રમોદવૃત્તિ જીવમાં અનાદિ કાળથી છે, પણ તે બે વૃત્તિઓ અગ્ય સ્થાને ગોઠવાયેલી છે. સર્વશાસ્ત્રોનું તાત્પર્ય એ બે વૃત્તિઓનું યથાસ્થાને નિજન કરવું એ જ છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ મોહના પ્રાબલ્યના કારણે જીવને બીજા પ્રાણીઓના સુકૃત તરફ ષ હોય છે અને તેથી સદાચારી પુરુષોમાં રહેલ સદાચારને જોઈને તેને હર્ષ થતો નથી. આવી જ રીતે બીજાનું સુખ, બીજાનાં ગુણે અને ધર્મના આલંબને (જિનમંદિરાદિ) જોઈને તે આનંદ અનુભવી શક્તો નથી, એટલું જ નહીં, પણ તેમના તરફ તે ઈર્ષાભાવને ધારણ કરે છે. પિતામાં ગુણે ન હોવા છતાં કેઈપિતાની પ્રશંસા કરે તે તેને આનંદ થાય છે જ્યારે ગુણ પુરુષમાં ગુણ હોવા છતાં તેમની પ્રશંસા તેને ગમતી નથી. ગુણ પુરુષને જોઈને તેને ઈર્ષ્યા કે અસૂયા ઉત્પન્ન થાય છે. આ ઈર્ષા અને અસૂયાવડે તેનું મન અધિક અધિક કલુષિત બનતું જાય છે. પારકાની મહત્વની વાત તેને સાવ તુચ્છ લાગે છે અને પોતાની નાની પણ સારી વાત તેને ખૂબ મેટી લાગે છે. પારકાનો મેરૂ જેટલો ગુણ તેને રાઈ જેવડો લાગે છે અને પોતાને રાઈ જેવડે ગુણ તેને મેરૂ જેટલે લાગે છે. નિર્ગુણ એવા પિતાને કઈ વંદન કરે, તે તેને ગમે છે; પણ ગુણ પુરુષને કઈ વંદન કરતું હોય, તે તે તેની મશ્કરી કરે છે. ગુણહીન એ તે પિતાની જ પ્રશંસા કરે છે અને ગુણવાન પુરુષની નિંદા કરે છે. આ બધી વૃત્તિએના કારણે તે ગની (મોક્ષમાર્ગની) પ્રાપ્તિથી દૂર રહી જાય છે. આપણું અશુભવૃત્તિઓ આપણા શત્રુનું કામ કરે છે. જે પિતાની જ શ્લાઘા કરે છે, તે લોકમાં નિંદનીય બને છે. ગુણી પુરૂષોના ગુણની જે અનુમોદના કરતો નથી, તેની લેકમાં પણ પ્રશંસા થતી નથી. જે ગુણી પુરુષને २४ Page #50 -------------------------------------------------------------------------- ________________ નમતો નથી, તેને બીજા પણ નમસ્કાર કરતા નથી. આપણને જે સત્કાર મળે છે, તેનું કારણ એ છે કે આપણે ગુણી આત્માઓને આદર આપીએ છીએ. આપણે જે પ્રશંસા થાય છે, તેમાં આપણે પૂર્વના જન્મમાં કરેલી ગુણી પુરુષની પ્રશંસા અને તેનાથી પ્રાપ્ત થયેલ શુભ અદૃષ્ટ કારણ છે. તીર્થકરેને જે તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે, તેનું કારણ તેમણે પૂર્વના તીર્થંકર પ્રત્યે પૂર્વના જન્મમાં બતાવેલો પ્રમેદ છે. નૈશ્ચયિક (નિશ્ચયનય) પ્રમાદ એટલે મહાત્માઓમાં દેખાતા શમ, દમ, ઔચિત્ય, ધૈર્ય, ગાંભીર્ય વગેરે ગુણ તરફનો માનસિક પ્રહર્ષ. આ માનસિક પ્રહર્ષ તે મહાત્માએને વિનય, તેમને વંદન, તેમની સેવા, તેમની સ્તુતિ, તેમનો વર્ણવાદ (પ્રશંસા) વગેરે કાયિક અને વાચિક રોગોથી અભિવ્યક્ત થાય છે. આ અભિવ્યક્તિ એ વ્યવહારનયને પ્રદ છે. કોઈ મહાપુરુષને જોઈને જ્યારે આપણું શરીર રોમાંચ ધારણ કરે, આંખોમાંથી હર્ષના અશ્રુઓ વહે, કાન તેમનાં વચન સાંભળવા માટે આતુર બની જાય, તેમનાં ગુણગાન *નય એટલે વિચાર પદ્ધતિ. નિશ્ચયનય ઉપાદાન કારણ (આત્માદિ )ને પ્રધાન માને છે. વ્યવહારનય બાહ્ય નિમિત્તને મુખ્ય માને છે. ____ + वदनप्रसादादिभिः गुणाधिकेषु अभिव्यज्यभाना अन्तर्भक्तिः અનુરાઃ પ્રમો ગિશાસ્ત્ર ટીકા ગુણાધિક પુરૂષને જોઈને મુખની પ્રસન્નતા વગેરે વડે કરીને અભિવ્યક્ત થતો (આંતરિક ભક્તિ રૂપ છે) અનુરાગ તે પ્રમાદ છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ કરવા જીભ તત્પર બને અને કંઠ ભરાઈ જાય, ત્યારે સમજવું કે તે પ્રમેદ ઉત્કૃષ્ટ છે. અંતરમાં પ્રમોદભાવ ન હોય તે પણ બાહ્ય વિનયાદિનું સેવન ચાલુ રાખવું જોઈએ, કારણ કે તે આંતરિક પ્રભેદને જગાડે છે. કેટલાક એમ માને છે કે અંતરમાં ભાવ ન હોય તે બાહ્ય ક્રિયા વ્યર્થ છે, પણ તે બરાબર નથી. બાહ્ય ક્રિયા પણ ભાવનું કારણ બની શકે છે. નાના બાળકને શરુઆતમાં માતાપિતાને પ્રણામ કરવાને ભાવ નથી હોતો, છતાં બાલ્યાવસ્થાથી જ જે તેને વિનયાદિમાં પ્રેરવામાં આવે તે તે ભવિષ્યમાં માતા પિતા તરફ આદરવાળે બને છે. ગુણી પુરુષમાં રહેલા ગુણોને જોઈને હર્ષ અને અનુમોદના એ પ્રદ છે. ગની શરુઆત પ્રમદ ભાવનાની શરુઆત સાથે થાય છે, માટે પ્રમોદ ભાવનાને ગબીજ કહેવાય છે. ચરમપુદ્ગલપરાવર્તમાં અસવસ્તુમાં રહેલો આગ્રહ દૂર થાય છે તથા હેયમાં હેય બુદ્ધિ અને ઉપાદેયમાં ઉપાદેય બુદ્ધિ પ્રાપ્ત થાય છે. જીવની ગ્યતા વધતાં તેને શ્રી સશુરૂનો યોગ પ્રાપ્ત થાય છે અને તેમના ઉપદેશથી તેનામાં પ્રભેદ ભાવનારૂપ બીજનું વપન થાય છે. શાસ્ત્રકારે આ બીજને ગબીજ કહે છે. અહિં જીવને ઉપાસ્યતમ એવા શ્રી અરિહતેની સાથે માનસિક સંબંધ થાય છે, * ચરમપુગલપરાવર્ત=ધર્મની પ્રાપ્તિને કાળ. Page #52 -------------------------------------------------------------------------- ________________ તેમના પ્રત્યેના દ્વેષ નાશ પામે છે, તેમના તરફ ચિત્ત પ્રીતિવાળુ અને છે અને ઉપાસ્યતમ એવા શ્રી અરિહંતાને નમસ્કાર કરવાનાં પરિણામ તેના આત્મામાં જાગે છે. આ જ પ્રમાદભાવના છે અને એજ ચાગબીજ છે. અહીથીજ ચેાગષ્ઠિ સમુચ્ચય' ગ્રંથમાં બતાવેલી મિત્રાદ્રષ્ટિની શરુઆત થાય છે. કલિકાલસર્વજ્ઞ, આચાર્ય શિરામણિ, ભગવાન્ શ્રી હેમચ’દ્રાચાય યાગશાસ્ત્રમાં કહે છે કે— अपास्ताशेषदोषाणां वस्तुतत्त्वावलोकिनाम् । गुणेषु पक्षपातो यः स प्रमोद प्रकीर्तितः ॥ (યાગશાસ્ત્ર, પ્રકાશ, ૪.) અર્થાત્ જેમણે પેાતાના આત્મામાંથી સર્વ દોષાનું અપનયન કર્યું' છે અને જેએ સર્વ વસ્તુઓના સ્વરૂપને યથાસ્થિત જાણે છે, તેમના ગુણા પ્રત્યે આદર તે પ્રમાદ કહેવાય છે. ઉપરના શ્લેાકમાં પ્રમાદભાવનાના પરમાત્કૃષ્ટ વિષયને બતાવવામાં આવ્યા છે. પ્રમાદભાવના એ એક પ્રકારની ઉપાસના છે. ઉપાસનામાં ઉપાસ્યના વિવેક અત્યંત આવશ્યક છે. ઉપાસ્યની ચાગ્યતા ઉપર સમગ્ર ઉપાસનાને આધાર છે. ઉપાસનાના પ્રભાવથી ઉપાસક ઉપાસ્ય જેવા અને છે અર્થાત્ ઉપાસ્યમાં રહેલા ગુણ્ણા ઉપાસકમાં પ્રગટ થાય છે. ઉપાસ્ય સગુણસંપન્ન અને સદાષરહિત હોય તા ઉપાસક પણ તેવાજ અની શકે છે. માટે આપણે આપણી પ્રમાદભાવનાના વિષય સર્વગુણુસ'પન્ન અને સદાષરહિત ૨૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ એવા શ્રી અરિહંત પરમાત્મા બનાવવા જોઈએ. વીતરાગ અને સર્વજ્ઞ એવા શ્રી અરિહંત જ ઉપાસ્યતમ છે, તેમનું માનસિક સ્મરણ એ પરમ પ્રમેહનું દ્યોતક છે. સર્વગુણસંપન્નત્વની પ્રાપ્તિ માટે કોઈ પણ વ્યક્તિમાં રહેલ નાના કે મોટા સર્વ ગુણે તરફ પ્રમોદ અત્યંત આવશ્યક છે. ગુણ તરફને પ્રમાદ તે જ સાચું કહેવાય કે જે ગુણપ્રત્યે પણ બહુમાન હેય. બીજામાં રહેલા ગુણોની અનુમોદના નથી, ત્યાં નિર્મલ+ સમ્યક્ત્વ પણ નથી. આપણામાં જે ગુણ નથી તે ગુણની પ્રાપ્તિ કરવી હેય તે પ્રમાદભાવના એ રાજમાર્ગ છે. તે ગુણ જેમનામાં પરાકાષ્ઠાને પામ્યું હોય, તેમના તરફનું બહુમાન વધારવું જોઈએ. આપણને બ્રહ્મચર્ય ગુણની પ્રાપ્તિ કરવી હોય, તે અબ્રહ્મનું મૂળ કારણ જે મેહનીય કર્મ, તેનું જેમણે સમૂલ ઉમૂલન કર્યું હોય, એવા શ્રી વીતરાગ ભગવંત તરફ આપણું ચિત્ત પરમ આદરવાળું બનાવવું જોઈએ. આ આદર-પ્રમોદથી યુક્ત એવું ચિત્ત આપણને તે પુણ્ય આપે +ભાવથી જિનેક્ત પદાર્થોનું શ્રદ્ધાન *મેહનીય કર્મ – જૈન સિદ્ધાંત મુજબ કર્મ સત્ છે. કર્મના અણુઓ આત્મિક જ્ઞાનાદિ શક્તિઓને આવરે છે. કર્મસાહિત્ય કર્મના અણુઓની જ્ઞાનાવરણુયાદિ ૮ સ્થૂલ વિભોગામાં વહેંચણી કરે છે. મોહનીય કર્મના અણુઓ આત્માને હેયમાં ઉપાદેયની અને ઉપાદેયમાં હેયની બુદ્ધિ કરાવે છે. વિશેષ સમજ કર્મગ્રંથ' વગેરેથી મેળવવી. Page #54 -------------------------------------------------------------------------- ________________ છે કે જેના કારણે બ્રહ્મચર્યની સાધનામાં આવતા વિદને પર આપણને જય મળે છે. તે પુણ્ય આપણને પતનનાં પ્રસંગમાંથી બચાવી લે છે. ગુણીપુરુષો પ્રત્યેના આદર વિના ગુણની પ્રાપ્તિ થતી નથી. આપણે જોઈએ છે કે આપણી સાધનામાં અનેક પ્રકારનાં વિને વારંવાર આવે છે. તેનું કારણ એ છે કે આપણે પૂર્વે પ્રમોદભાવનાનું સેવન સારી રીતે કર્યું નથી. જે પ્રમોદભાવનાનું ઉત્કૃષ્ટ સેવન કર્યું હતું તે આપણને વિશ્ન આવતજ નહીં અથવા વિદને આવત તે તેમને તેડી નાખવાનું અપૂર્વ વીર્ય આપણી પાસે હેત. સૌથી પ્રબળ વિધ્ધ પ્રમાદ છે, માટે જ્યાં સુધી પ્રમાદ છે ત્યાં સુધી પ્રમોદભાવના અત્યંત આવશ્યક બને છે. આજે ભલે આપણી સાધનામાં અનેક વિદને દેખાતા હોય પણ જે પ્રમોદભાવના ભરપુર હશે, તે આપણું ભવિષ્યની સાધના નિવિન બનશે. - આપણું ભવિષ્યની સાધનાને નિર્વિઘ્ન બનાવવા માટે પ્રત્યેક પ્રસંગમાં, પ્રત્યેક વ્યક્તિમાં પ્રમાદને વિષય (ગુણ) શોધી કાઢવા જોઈએ. ગુણદષ્ટિથી આપણે જનપ્રિય બનીએ છીએ અને ગુણ આત્માઓના આપણને આશિર્વાદ મળે છે. તે આશિર્વાદ આપણા કલ્યાણમાં કારણ બને છે. દેષદષ્ટિ એ વિષ છે, જે આપણને ભભવ મારે છે; ગુણદૃષ્ટિ પ્રદ એ અમૃત છે, જે આપણને અમર બનાવે છે. આપણી પ્રમેદભાવના સતત જાગ્રત રહે અને તે Page #55 -------------------------------------------------------------------------- ________________ દ્વારા આપણું પુણ્ય વધતું જ રહે, તે માટે શાસકાર ‘નમસ્કાર મહામંત્ર’તુ વારંવાર સ્મરણ કરવા માટે કહે છે. નમસ્કાર મહામંત્રનું ધ્યાન એ પ્રમાદભાવનાની ઉપાસનાનું સર્વશ્રેષ્ઠ સાધન છે. પંચપરમેષ્ઠિનમસ્કાર એ પ્રમેાદભાવનાના અર્ક છે, નિચેાડ છે. નમસ્કાર મહામત્રને ×ચૌદ પૂર્વના સાર કહેવાય છે. નમસ્કાર મહામત્રનેા સાર પ્રમાદ ભાવના છે, અર્થાત્ ચૌદપૂર્વના સારના સાર પ્રમેદભાવના અને છે. ‘નમસ્કાર મહામત્ર' જેમ સ શાસ્રામાં અનુસ્મૃત છે, તેમ પ્રમેાદભાવના પણ સશાસ્ત્રોમાં અનુસ્મૃત છે. ‘મસૂ એ મેાક્ષનુ' ખીજ છે. તે પ્રમાદભાવનાનું દ્યોતક છે અર્થાત્ પ્રમેાદભાવના એજ મેાક્ષનું ખીજ છે. નમસ્કાર મહામત્ર જેમ સ પાપપ્રણાશક છે અને સમગàામાં પ્રથમ મગલ છે, તેમ પ્રમેાદભાવના પણ સર્વ પાપને હરનાર અને સર્વોત્કૃષ્ટ મંગલ છે. સર્વશાસ્ત્રકારો ગ્રંથના પ્રારંભમાં ઈષ્ટદેવતાસ્મરણરૂપ ભાવ મંગલ કરે છે, અર્થાત્ સર્વશાસ્ત્રાની શરુઆત પ્રમેાદ ભાવનાથી જ થાય છે. * પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામત્ર : नमो अरिहंताणं । नमो सिद्धाणं । नमो आयरियाणं । नमो उवज्झायाणं । नमो लोए सव्वसाहूणं । एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासणो । मगलाणं च सव्वेसिं, पढमं हवाइ मंगलं ॥ (આ વિષયને વિશેષ જાણવા, જુએ, ‘શ્રી નમસ્કાર મહામ’ત્ર’ નામક પુસ્તક.) × ચૌઢપૂર્વી=સમગ્ર જન વાઙમય. 30 Page #56 -------------------------------------------------------------------------- ________________ આપણાં સર્વ અનુષ્ઠાને અમેદ ભાવનાથી ઓતપ્રોત છે. કોઈ પણ અનુષ્ઠાનની શરૂઆત પ્રાયઃ ખમાસમણથી થાય છે. “ખમાસમણ એ પ્રમોદભાવના પ્રદર્શિત કરવાના અનુષ્ઠાનને જ એક પ્રકાર છે. કાર્યોત્સર્ગમાં જિનેશ્વર અથવા +પંચપરમેષ્ઠિનું ધ્યાન હેય છે, જે પ્રદ ભાવનોજ વિષય છે. પ્રત્યેક ક્રિયા શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાને લક્ષ્યમાં રાખીને કરવાની છે. ક્રિયાના પ્રારંભથી અંતસુધી આપણું ચિત્ત રત્ન તે ક્રિયાને બતાવનાર શ્રીજિનેશ્વરદેવના ધ્યાનથી અલંકૃત હોય તે જ તે ક્રિયા ભાવકિયા ક (અમૃતકિયા) બને છે. ક્રિયાને બતાવનાર શ્રીજિનેશ્વરદેવનું પ્રણિધાન એ પ્રમોદ ભાવના છે. ક્રિયાને અમૃતમય બનાવનાર પણ તે જ છે. ક્રિયાની પૂર્ણાહૂતિ પછી પણ થયેલ સુકૃતની અનમેદના (પ્રમેદ ભાવ ધારણ) કરવામાં આવે તે તે ક્રિયાનું ફળ વધતું જ જાય છે. * ખમાસમણુ-વંદન ક્રિયા માટેનું સૂત્ર. વિશેષ સમજણ માટે જુઓ “પ્રતિક્રમણ સૂત્ર”. * કાયોત્સર્ગ=એક પ્રકારની ધ્યાનમુદ્રા. * જિનેશ્વર=અરિહંત, તીર્થંકર + પંચપરમેષ્ઠિઓ: ૧ અરિહંત, ૨ સિદ્ધ (મુક્ત), ૩ આચાર્ય (સદાચારને પાળનાર અને પળાવના૨), ૪ ઉપાધ્યાય (આગમોનું અધ્યયન અને અધ્યાપન કરનાર) અને ૫ સાધુ (મક્ષ માર્ગમાં સહાય કરનાર). ૯ ભાવઢિયા, અમૃતક્રિયા એક્ષપર્યત લઈ જનારું સદનુષ્ઠાન. Page #57 -------------------------------------------------------------------------- ________________ + ચારિત્રપાલનમાં ગુરુકુલવાસ અગત્યનું સ્થાન ધરાવે છે. ગુરુકુલવાસનું મૂળ કૃતજ્ઞતાભાવ છે. શિષ્યને ગુર્વાદિ ઉપકારક પ્રત્યે કૃતજ્ઞતાભાવ ન હોય તે ગુરૂ-શિષ્યભાવ ટકી જ શકતા નથી. કૃતજ્ઞતા, વિનય, વૈયાવૃત્ય સ્વગેરે ગુણોના મૂળમાં પણ પ્રગટ કે પ્રચ્છન્નપણે પ્રમેદ ભાવનાજ કામ કરે છે. જગતમાં જે કાંઈ સત્કાર્યો થાય છે, તેની પાછળ બળ પ્રેરનાર પ્રમોદભાવનાજ છે. જિનમંદિર વગેરે ધર્મસ્થાને પણ અમેદ ભાવનાના પાયા પર ઉભા થાય છે. જિનમંદિરાદિ બંધાવનારને એ વિચારણા આવે છે કે સર્વગુણસંપન્ન એવા શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ આ જિન મંદિરમાં થશે અને તે કારણે અનેક ભવ્ય આત્માઓ ધર્માભિમુખ થશે. ધર્મમાં જોડાવાથી અનેક ગુણે તેમનામાં પ્રગટશે. અહિં “ભવિષ્યમાં ગુણે પ્રગટશે વગેરેને હર્ષ એ પ્રમાદ ભાવને સૂચક છે. જે ધર્મ સ્થાનમાં અનેક આત્માઓ ભેગા થાય છે, ત્યાં પ્રભેદ ભાવનાનાં સાક્ષાત્ દર્શન થાય છે. અત્યંત કલાહલમાં પણ અમેદ ભાવનાનાં દર્શન કરનારા મહાન આત્માઓ તે કેલાહલથી ઉદ્વેગ પામતા નથી, પણ પિતાની પ્રદ ભાવનાને તેઓ વિકસાવે છે. બીજાની નાનામાં નાની સક્રિયા તરફ પણ પ્રમોદ ધારણ કરે જોઈએ. તે જીવમાં દેખાતા + ચારિત્ર=સંયમ જીવન. : વૈયાવૃત્ય ધર્માચાર્ય વગેરેની સેવા. ૩૨ Page #58 -------------------------------------------------------------------------- ________________ ભવ્યત્વનાં દર્શન કરવા જોઈએ. નાના બાળક મુનિને ભલે પુરી સમજ વગર પણ વંદન કરતે હોય, છતાં તેવી નાની ક્રિયા પણ આ ભવસાગરમાં બહુ જ થેડા આત્માએને પ્રાપ્ત થાય છે અને તે બાળકની ભવિષ્યની મહાન ઉન્નતિનું કારણ છે, એ વિચારી તે નાની ક્રિયાની પણ આંતરિક અનુમોદના કરવી જોઈએ. તત્ત્વતઃ તે અનુમોદના એટલે તે ક્રિયાને બતાવનાર શ્રી અરિહંત પરમાત્મા તરફ જ અમેદભાવ છે. - પરમપ્રકૃષ્ટપુણ્યપ્રકૃતિ જે તીર્થંકરનામ કર્મ તેના ઉપાર્જનનું કારણ પ્રમેદભાવનાની પરાકાષ્ઠા છે. તીર્થકનામકર્મ ઉપાર્જન કરનાર પુણ્યાત્મા પૂર્વના તીર્થ કરે પર ઉત્કૃષ્ટ પ્રમાદને ધારણ કરે છે. આવા પ્રમોદના કારણે જ તે મહાત્મા અખિલ જગના પ્રમાદને ઉત્કૃષ્ટ વિષય બને છે. જિનાલય વગેરે ધર્મનાં આલંબનો જોઈને પ્રમોદ થવું જોઈએ. આ આલંબને સંસારસાગરને તરવા માટે નૌકાઓ છે. આ આલંબને પ્રત્યેને પ્રમેદ આપણને અશુભ આલંબનથી બચાવે છે અને જ્યાં સારા આલંબને હેય, ત્યાં આપણને જન્મ અપાવે છે. તે જન્મમાં પણ આપણને શુભ આલંબને જોઈ અમેદ જાગે છે અને + તીર્થકર નામકર્મ=આ કર્મને ઉપાર્જન કરનાર મહાત્મા ધર્મતીર્થના પ્રવર્તક બને છે, તેમને યોગની સર્વશ્રેષ્ઠ વિભૂતિઓ વરે છે. વિશેષ વર્ણન માટે જુઓ કર્મગ્રંથાદિ સાહિત્ય. ૩૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરોત્તર ૯ પુણ્યાનુબંધિ પુણ્ય અપાવનારાં શુભ આલંબને મળતા જાય છે. તીર્થકરોને સમાગમ વગેરે પણ શુભ આલંબને પ્રત્યેના પ્રમાદનું ફળ છે. કેટલાક અપરિપકવ દશામાં અત્યંત ઉપકારક એવા આગમ–સ્વાધ્યાય વિગેરે શુભ આલંબનોની ઉપેક્ષા કરીને કેવળ આત્મધ્યાનમાં લાગી જાય છે. તેમને એમ થઈ જાય છે કે તત્કાળજ આપણને સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થશે, પણ જ્યારે સિદ્ધિઓ દેખાતી નથી અને આત્મધ્યાન ટકતું નથી, ત્યારે તેમની નિરાશાને પાર જ રહેતું નથી. આત્મધ્યાનમાં આરુઢ થવા માટે શુભ આલંબને પ્રત્યેને આદર ઉપકારક છે. આદરથી વિદનો નાશ થાય છે. આ વિડ્વનાશ ધ્યાનાદિના આરેહણ વખતે થતા ભ્રંશથી ગિઓને બચાવે છે.” મને મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમજાતિ, ઉત્તમ કુલ, પંચેન્દ્રિય પરિપૂર્ણ શરીર, નિરગિતા, દીર્ઘ આયુષ્ય, સગુન ગ, ધર્મશ્રવણ, શ્રદ્ધા વિગેરે કેટલાં બધાં મેક્ષનાં સાધને મળ્યાં છે. આ સાધનથી રહિત એવા અનંતાનંત જી આ ભવચકમાં અનેક દુઃખોમાં પીસાઈ * પુણ્યાનુબંધિપુણ્ય = ધર્મ અને સુખ બંને આપનારું પુણ્ય. આ પુણ્યની પરંપરામાં ધર્મ અને સુખ વધતાં જ જાય છે. ' : સાવનસ્મૃિત–પ્રચૂક્ષયોતિઃ. भ्यानाद्यासेहणभ्रंशो, योगिनां नोपजायते ॥ [અધ્યાત્મસાર, થાનાધિકાર, ૩૩.] Page #60 -------------------------------------------------------------------------- ________________ રહ્યા છે. સમ્યગ્દષ્ટિ દેવતાઓ પણ આ સાધનાને ઝંખી રહ્યા છે. પુણ્યના ચેાગે હું કેટલેા ઊંચે આવ્યા છું ! કેટલી કેટલી દુર્લભ આ મારી વર્તમાન સ્થિતિ ! ’વગેરે વિચારણા એ આત્મસ્થિતિવિષયક પ્રમાદ છે. આ પ્રમેાદ જીવને સાધનામાં આગળ વધારે છે અને સામાન્ય જીવાને અત્યંત દુષ્કર લાગે એવાં અનેક અનુષ્ઠાનેાને (ઉપસર્ગપરીષહસહનાદિને) આચરવામાં અપૂર્વ બળ આપે છે. · શ્રી અરિહંત ભગવતાનું આ શાસન અત્યંત ઉત્તમ છે. નિશ્ચયથી મારે આત્મા પણ અરિહંતના આત્મા જેવા જ છે, તેથી તેમનું શાસન તે અપેક્ષાએ મારું જ શાસન છે. તેમનાં × સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા મારાં જ છે. + ચતુર્વિધ સંધ મારા છે. 'ઈત્યાદિ વિચારણા પણ એક જાતના પ્રમાદ છે. આવી જાતના પ્રમેાદથી શાસનનાં પ્રત્યેક અંગ તરફ અદ્ભુત આદર અને વાત્સલ્ય જાગે છે; જેમ માતા પેાતાના પુત્રોના દોષોને ગૌણ બનાવે છે અને ગુણાને જોઈ જોઈને રાજી થાય છે, તેમ આપણને પણ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા વગેરે બધાના ગુણા જોઈને આન થાય છે. આવા પ્રમાદ પરાકાષ્ઠાને પામે * મેાક્ષમા પ્રત્યે પરમશ્રદ્ધાવાળા. × સાધુ=સન્યસ્ત સયમી પુરૂષ. સાધ્વી=સન્યસ્ત સંચમી સ્ત્રી. શ્રાવક=આંશિક સ યમને ધમ શ્રદ્ધાપૂર્વક સ્વીકારનાર ગૃહસ્થ. શ્રાવિકા=આંશિક સયમને ધ શ્રદ્ધાપૂર્વક ધારણ કરનાર ગૃહિણી. + સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ જૈન સંઘના ચાર અંગેા છે. પ Page #61 -------------------------------------------------------------------------- ________________ તે તે શ્રીતીર્થકરનામકર્મની ઉપાર્જનામાં પણ કારણ બને, એમાં આશ્ચર્ય જ શું છે? શ્રી અરિહંતની આજ્ઞાનું યથાર્થ પાલન એ શ્રેષ્ઠ પ્રકારનું પ્રમાદ છે, કારણ કે આજ્ઞાપાલન એ જ ઉત્કૃષ્ટ ભક્તિ છે. પ્રમેદ એટલે બહુમાન. આજ્ઞાપાલન એ જ શ્રી અરિહતેનું સર્વશ્રેષ્ઠ બહુમાન છે. શ્રી અરિહંતેએ બતાવેલ ગૃહસ્થ કે સાધુ ધર્મનું પાલન એ પણ પ્રમાદ જ છે. બીજાના સુખને જોઈ સંતુષ્ટ થવું એ પણ એક પ્રકારને પ્રમેદભાવ છે. સામાન્યતઃ સુખ ચાર પ્રકારનાં છે. તે પ્રકારે આ મુજબ છે – (૧) આપાતરમ્ય સુખ-જે વૈષયિક સુખ તત્કાલ રમણીય લાગે પણ પરિણામે અસુંદર હોય તે “આપાતરમ્ય” કહેવાય. જેમ, અપથ્ય આહારથી મળતું સુખ. (૨) સદ્ધતુ સુખ – જે ઐહિક સુખ તત્કાલ રમણીય અને પરિણામે (આ લેકમાં) સુંદર હોય તે “સહેતુ” કહેવાય. જેમ, સ્વાદિષ્ટ પથ્ય આહારનું સેવન. - (૩) અનુબંધયુત સુખ-ધર્મના પાલનથી મળતું અવિચ્છિન્ન સુખ. જેમ, પુણ્યાનુબંધિપુણ્યથી મળતું સુખ (૪) પરમસુખ-મોહનીયાદિ કર્મના ક્ષયથી ઉત્પન્ન થતું અવ્યાબાધ સુખ તે પરમસુખ કહેવાય. આમાં પ્રથમ બે સુખ મૈત્રીભાવનાનાં વિષય છે અને અંતિમ બે સુખ પ્રમેદભાવનાનાં વિષય છે. બીજાના સુખને જોઈ સંતુષ્ટ થવાથી મન પ્રસન્ન બને છે, અનુત્તર સુખ મળે છે, અને તેથી સર્વ સંક્લેશનું મૂળ છે Page #62 -------------------------------------------------------------------------- ________________ પિતાના જ સુખની ચિતારૂપ આર્તધ્યાન તે નાશ પામે છે. પ્રમોદભાવનાના સતત અભ્યાસથી પુણ્યનું આકર્ષણ વધતું જાય છે, ઈર્ષા, અસૂયા વગેરે અશુભ માનસવૃત્તિઓ નાશ પામે છે, શુભવૃત્તિઓ જાગે છે, સત્કાર્યો કરવાને ઉત્સાહ પ્રવર્ધમાન બને છે, મનનાં ઈર્ષ્યા, અસૂયા વગેરે મળે ધોવાઈ જવાના કારણે વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે અને શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન (શુકલધ્યાન) કરવા માટેની યોગ્યતા આત્મામાં પ્રગટ થાય છે. પ્રમોદભાવનાને અભ્યાસ જેમ જેમ વધતું જાય છે, તેમ તેમ મન અધિક પ્રસન્ન અને એકાગ્ર બને છે, અને તેથી આત્મિક આનંદમાં અપૂર્વ વૃદ્ધિ થાય છે. જે ગુણ આત્માઓ પ્રત્યે પ્રમાદને ધારણ કરે છે, તેના પર તે મહાત્માઓની અપૂર્વ કરુણા ઊતરે છે અને હીનગુણ આત્માઓના અમેદનું તે પાત્ર બને છે. પ્રમેદને વાણી દ્વારા ઉચિતસ્થાને વ્યક્ત કરવાથી વાણી પવિત્ર બને છે. અમેદભાવનાથી ગુણેને શોધવાની વૃત્તિ જાગે છે. જે જે રીતે આપણે પ્રભેદભાવ વધે, તે તે રીતને ઉપયોગ કરી શકાય તેમ છે. પ્રમોદભાવનાની સાધનાના પરમેષ્ટ સાધન શ્રી નમસ્કાર મહામંત્રને હૃદયમાં સદેવ ધારણ કરવું જોઈએ. પ્રમોદભાવનાસ્વરુપ શ્રી નમસ્કાર મહામંત્ર આપણને શાનાં તે અતિગૂઢ રહસ્ય સમજાવશે કે જેથી આપણે શીધ્રતઃ પરમકલ્યાણનાં ભાજન બનશું. સર્વ જી પ્રમોદભાવનાની પરાકાષ્ઠાને પામીને પરમ અમદમય એવા મુક્તિપદને વરે, એ શુભેચ્છા. ૩૭ Page #63 -------------------------------------------------------------------------- ________________ અમેદભાવના सर्वेषामर्हदादीनां, यो योऽहत्त्वादिको गुणः । अनुमोदयामि तं तं, सर्वं तेषां महात्मनाम् ।। [શ્રી વીતરાગ સ્તોત્ર ૧૭.૪] શ્રી અરિહંતાદિ મહાત્માઓમાં અરિહંતપણું વગેરે જે જે ગુણો છે, તે બધાની હું અનુમોદના કરું છું. Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદભાવના (સંક્ષિપ્ત) ૧. નિમિત્ત કારણ : - સુખી, પુણ્યવાનું કે ગુણી જી; બીજાનું સુખ બીજાનાં સુખનાં સાધન; ધર્મનાં આલંબને; વગેરે. ૨. તેના સ ઘર્ષમાં આવતું ઉપાદાન કારણું : (ચિત્તમાં રહેલી અશુભ વૃત્તિઓ) . અપ્રશસ્ત રાગ, માન, અહંકાર; પિતાનાં જ ગુણેને પક્ષપાત, ધર્મ તરફ અરૂચિ, પાપ પ્રત્યે રુચિ બીજાનાં સુકૃત તરફ દ્રષ; ગુણુઓને મળતાં વંદન, પ્રશંસા, સ્તુતિ, બહુમાન, આદર, સત્કાર, વગેરે પ્રત્યે અણગમે; પિતાનું તે (વંદનાદિની પ્રાપ્તિ) તરફ આકર્ષણ, આત્મપ્રશંસા કરવાની ટેવ; ગુણદૃષ્ટિને અભાવ દેષદષ્ટિ; પારકાનાં ગુણ જોઈને અરતિક ગુણો અને ગુણવાનું પ્રત્યે ઉપેક્ષા, પિતાની યુલક વાત મહત્ત્વની લાગવી બીજાની મહત્વની વાત તુચ્છ લાગવી, વગેરે. ૩. ઉપાદાન અને નિમિત્ત કારણના સંઘર્ષથી ઉત્પન્ન થતા નવા ચિત્તમેળે : - ગુણવાનને જોઈને કે તેના પ્રશંસાદિ સાંભળીને ઈષ્ય, અસૂયા, દ્રષ; ગુણની નિંદા કરવાની વૃત્તિ, ગુર્ણનું અપમાન થતું હોય તો તે પ્રત્યે હર્ષ, વગેરે. ૪. તે ચિત્તમેળામાંથી ઉદ્દભવતા અન : ગુણું પુરૂ સામે કાવતરાં તેમનું અપમાન તેમની મશ્કરી; ગુણ પુરૂષોનાં હૃદયમાં રહેલા આપણા પ્રત્યેના વિશ્વાસને નાશ લેકમાં નિંદા; લોકની અપ્રીતિ; યોગબીજને નાશ; દુર્લભધિતા; ગુણહાનિ, વગેરે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫. ચિત્તમલનાશક ઉપાયો : - સુખી કે પુણ્યવાનને જોઈને આનંદ પામ; ગુણને પક્ષપાત; ગુણી પુરૂષનું બહુમાન તેમની સ્તુતિ, પ્રશંસા, વગેરે તેમને વંદન, નમન, વગેરે, તેમની સેવા, વિનય, ઇત્યાદિ તીર્થ (સંઘ), તીર્થકરે અને ધર્મનાં આલંબને પ્રત્યે આદર; ગુણદષ્ટિ, દોષદૃષ્ટિત્યાગ; નમસ્કાર-મહામંત્રનું સ્મરણ, ધ્યાન, વગેરે ૬. તે ઉપાયને સંગ્રહનાર શબ્દ : પ્રમોદભાવના ૭. તેની ટૂંકી વ્યાખ્યાઓ : પરસુખતુષ્ટિ. ગુણપક્ષપાત. ૮. પ્રકારે ? ૧. નિશ્ચયિક પ્રાદઃ ગુણ કે ગુણીને જોઈને માનસિક પ્રહર્ષ, અનુરાગ, અન્તબહુમાન, અનુમોદના, વગેરે ૨. વ્યાવહારિક પ્રમોદ: ઉપર બતાવેલા આંતરિક અનુરાગાદિ ની સર્વ ઈન્દ્રિોદ્વારા અભિવ્યક્તિ (આંખમાં હર્ષના અશ્રુઓ, રોમાંચ, જહુવાદ્વારા સ્તુતિ વગેરે, વિનય, સેવા, વંદન ઈત્યાદિ;) ૩. આપાતરમ્યસુખવિષયક પ્રમાદ (હેય); ૪. સહેતુસુખવિષયક પ્રમોદ (હેય); ૫. અનુબંધયુતસુખવિષયક પ્રાદ; ૬. આત્મસ્થિતિવિષયક પ્રાદ; ૭. ધર્મનાં આલંબને પ્રત્યે પ્રમોદકુ વગેરે. ૯. પ્રમોદભાવનાનાં ફળે : યોગબીજની પ્રાપ્તિ, સત્કાર્ય કરવામાં ઉત્સાહ, ગુણવૃદ્ધિ ગુણ પુરુષનાં હૃદયમાં આપણુ પ્રત્યે માન તીર્થંકર પણું; લેકમાં ૪૦ Page #66 -------------------------------------------------------------------------- ________________ પુણ્યાનુબધિના, સવજો. પ્રજ્ઞા પ્રશંસા, આદર, વગેરે સર્વગુણસંપન્નતા, સર્વદેષરહિતતા; સમ્યક્ત્વની નિર્મલતા, પુણ્યાનુબંધિપુણ્યનું ઉપાર્જન, સત્વ, શીલ, અને પ્રજ્ઞામાં વૃદ્ધિ ૧૦. વિશેષ મુદ્દાઓ : છે. તીર્થકરને પ્રાપ્ત થએલ તીર્થકરત્વનું કારણ તેમણે પૂર્વનાં તીર્થો અને તીર્થંકરે પ્રત્યે સેવેલી પ્રમોદભાવના એ છે. વ્યાવહારિક અમેદ અને નૈૠયિક પ્રાદમાં પરસ્પર કાર્ય કારણભાવ છે. બાળકને બાલ્યાવસ્થાથી જ વ્યાવહારિક અમેદ શીખવવાથી ભવિષ્યમાં તે ગુણવાન બને છે. - પ્રમોદભાવનાની પ્રાપ્તિ એ જ યોગબીજની પ્રાપ્તિ છે. અરિહંતને નમસ્કાર કરવાને ભાવ એ યોગબીજ છે. પ્રમાદના પરમભૂષ્ટ વિષય શ્રી અરિહંત છે. પ્રમાદ ભાવના એ ગુણપ્રાપ્તિને રાજમાર્ગ છે. નમસ્કાર-મહામંત્રને સાર પ્રમોદ ભાવના હોવાથી, પ્રમેદભાવના એ ચૌદપૂર્વને નિષ્કર્ષ છે. સર્વ શાસ્ત્રોની શરૂઆત મંગલાચરણરૂપ પ્રમોદભાવથી થાય છે. આપણુ સર્વ સદનુષ્ઠાને પ્રમેદભાવનાથી ઓતપ્રોત છે. પ્રમાદ (શ્રી તીર્થકર ભગવંતે પ્રત્યે બહુમાન) વિના સર્વ અનુષ્ઠાને નિષ્ફળ છે. ગુરુશિષ્યભાવ પ્રમેદભાવના પર ટકે છે. સર્વ સત્કાર્યોના મળમાં પ્રાયઃ અમેદભાવના હોય છે. ૪૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થાનામાં મૂર્તિમતી પ્રમેાદભાવનાને જોતાં શીખેા. ખીજાએદ્વારા વ્યક્ત થતી પ્રમેાદભાવના ઉપર પ્રમેાદભાવ કળવા. ધનાં પ્રત્યેક આલંબનને જોઈને હૃદયમાં હું પામેા. પ્રમેદભાવના વિના સ્વરૂપરમણુતાની પ્રાપ્તિ શકય નથી. પ્રમેાદભાવના ધમ માંથી થતા વિનિપાતમાંથી બચાવે છે. વર્તમાનમાં જે દેવદુ ભ ધમ સામગ્રી મળી છે, તેની વિચારણાથી આનંદિત અનેા. સર્વાંત્ર (વિશેષે કરીને ચતુર્વિધ સંઘની પ્રત્યેક વ્યક્તિમાં) ગુણુ! જોતાં શીખેા. 6 શ્રી અરિહંત ભગવ ંતાનું આ શાસન અત્યંત ઉત્તમ છે ’ એવી ભાવના પુનઃ પુનઃ કરા. 卐 ૪૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ કરુણાભાવના Page #69 --------------------------------------------------------------------------  Page #70 -------------------------------------------------------------------------- ________________ દુ:ખી પ્રાણીઓનાં દુઃખ દૂર થા,' ‘ખીજાઓનુ દુઃખ તે મારુ' જ દુઃખ છે, ઇત્યાદિ ભાવના તે કરુણા ભાવના છે. દુઃખિતને જોઇને સત્પુરુષાના હૃદયમાં એક પ્રકારના કપ ઉત્પન્ન થાય છે, અને ખીજાઓનાં દુઃખ દૂર કરવાની તેમને તાલાવેલી જાગે છે, તે તેમની અનુકંપા છે. અનુ એટલે બીજાએનું દુ:ખ જોયા પછી અને કપ એટલે હૃદયમાં થતી તે દુ:ખ દૂર કરવાની લાગણી, ખીજાઓને દુ:ખ ન થાય તે રીતે વર્તન તે દયા છે. સત્પુરુષ હીનગુણુ કે દુ:ખી જીવાના તિરસ્કાર કરતા નથી, એ તેમની અઘૃણા છે. મહાન પુરુષ દીન જીવાને સુખ આપવા માટે સદા તત્પર હોય છે, એ તેમના દીનાનુગ્રહ છે. કરુણા, અનુકંપા, દયા, અધૃણા, દીનાનુગ્રહ વગેરે શબ્દો સમાન અથવાળા છે. ૪૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ કરુણાના લૌકિક અને લોકોત્તર અથવા સ્વાત્મવિષયક અને પરાત્મવિષયક અથવા વ્યાવહારિક અને નૈૠયિક એમ બે બે પ્રકાર પાડી શકાય. લૌકિક કરુણાના મહજન્ય અને દુખિતદશનજન્ય એમ બે વિભાગ કરી શકાય અને લોકોત્તર કરુણાને સંવેગજન્ય અને સ્વાભાવિક એ બે વિભેદમાં વહેંચી શકાય. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, વસ્ત્રહીનને વસ્ત્ર, નિરાશ્રિતને આશ્રય, લાનને ઔષધાદિ આપવું વગેરે લૌકિકકરુણા છે. અનાથાશ્રમે, સાર્વજનિક ઔષધાલય વગેરેના સંચાલન પાછળ પ્રાયઃ લૌકિક કરુણું કામ કરે છે. લૌકિક શિક્ષણ આપતી સરકારી શાળાઓ વગેરે પણ આ જાતિની ભાવનાના પાયા ઉપર ઊભી હોય છે. અજ્ઞાન એ અનેક દુઃખનું કારણ છે. તે દૂર કરવા માટે અપાતું લૌકિક શિક્ષણ એ અપેક્ષાઓ કરુણાનું જ કાર્ય છે, એમ કહી શકાય. લૌકિક કરુણા ઉત્પન્ન થવાના બે હેતુ છે. મેહ અને દુખિતદશન. ગ્લાન માણસ કેઈ અપથ્ય વસ્તુ માગે ત્યારે તેને તે આપી દેવાની અભિલાષા તે મેહજન્ય લૌકિકકરુણું છે. ભૂખ્યાને જોઈને અન્ન આપવું વગેરે દુખિતદર્શન જન્ય લૌકિક કરુણુ છે; આ કરુણા + માર્ગાનુસારી આદિ જાને હોય છે. કરી સર્વ દુઃખેનું મૂળ કારણ કર્મ છે. કમને નાશ + માર્ગનુસારી = ધર્માભિમુખ. Page #72 -------------------------------------------------------------------------- ________________ કરવાનાં સાધને બતાવવાં તે લોકોત્તર કર્યું છે, આ કરુણું સમ્યગ્દષ્ટિ વગેરે જેને હોય છે. ધર્મદેશના, તીર્થપ્રવર્તન વગેરે લોકોત્તર કરુણાના દૃષ્ટાંતે છે. સંવેગ એટલે મોક્ષાભિલાષ, જે કરુણા સંવેગથી ઉત્પન્ન થાય છે તે સંવેગજન્ય કેત્તર કર્યું છે. સંગજન્ય લોકેત્તર કરુણા અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત અને પ્રમત્તયતિ ને હેય છે. સ્વાભાવિક કરુણું એટલે સહજ કરુણા. અ કરુણા સર્વ જીવો પર અનુગ્રહ કરવામાં પરાયણ એવા અપ્રમત્તાદિ મહામુનિઓને હોય છે. જેમ કુલાલનું ચક્ર પ્રથમ દંડના પેગથી ભ્રમણ કરે છે અને પછી દંડ વિના પણ પિતાની મેળે જ ફરે છે, તેમ સગજન્ય કરુણાના પુનઃ પુનઃ અભ્યાસ વડે સ્વાભાવિક (અસંગ) કરુણાની પ્રાપ્તિ થાય છે. તાત્પર્ય એ છે કે મહામુનિઓને સ્વભાવ જ કરુણામય હોય છે. ભવિષ્યમાં પોતાના આત્માપર દુઃખ ન આવે તેવા ધાર્મિક ઉપાયની વિચારણે અને તે ઉપાયોમાં પ્રવૃત્તિ તે + અવિરતસમ્યગ્દષ્ટિને ધર્મશ્રદ્ધા હોય પણ વિરતિ (સંયમ) ન હોય. દેશવિરતને આંશિક સંયમ હોય છે. પ્રમત્ત ચતિને પૂર્ણ સંયમ હેય પણ તે વચ્ચે વચ્ચે પ્રમાદથી દૂષિત હોય છે. જન શાસ્ત્રોની દષ્ટિએ આ ચોથું, પાંચમું અને છઠું ગુણ સ્થાનક છે. વિશેષ માટે જુએ “ગુણસ્થાનકમારેહ' ગ્રંથ. * અપ્રમત્ત મહામુનિ પ્રમાદરહિતપૂર્ણસંયમને ધારણ કરે છે.. Page #73 -------------------------------------------------------------------------- ________________ સ્વાત્મવિષયક કરુણુ છે. “બીજાઓનાં દુઃખ દૂર થાઓ, ઈત્યાદિ ભાવનાતે પરાત્મવિષયક કરુણા છે. પ્રસ્તુતમાં એટલું લક્ષ્યમાં રાખવું જોઈએ કે પિતાના વર્તમાન દુઃખમાંથી છૂટવાની ચિંતા એ કરુણ નથી, કિન્તુ મોહ છે અને આર્તધ્યાનરૂપ છે, જ્યારે આગામી દુઃખમાંથી બચવા માટેની વિચારણા એ વિવેક છે અને તેથી ધર્મધ્યાનરૂપ છે. શુભાત્મઅધ્યવસાયરૂપ કરુણાભાવના તે નૈશ્ચયિક કર્યું છે. અન્નદાન વગેરે પ્રવૃત્તિ તે વ્યાવહારિક કરુણ છે. આ બંને પ્રકારની કરુણે એકબીજાને ઉત્પન્ન કરે છે, અર્થાત્ કયારેક અધ્યવસાયે પ્રથમ ઉત્પન્ન થાય છે અને તેઓ તદનુકૂલ પ્રવૃત્તિ કરાવે છે, અથવા કયારેક પ્રથમ અન્નદાનાદિ પ્રવૃત્તિ થાય છે અને પછી શુભ અધ્યવસાય જાગે છે. “મને કદી પણ દુઃખ ન આવે, ઈત્યાદિરૂપ લાગણી જીમાં અનાદિકાળથી હોય છે. આ લાગણી દ્વેષરૂપ છે અને તેને વિષય પિતાનું દુઃખ છે. જીવ કર્મને પરવશ છે, માટે પ્રતિકૂળ સંગોમાં તેને મુકાવું જ પડે છે. પ્રતિકૂળ સંગે એ દુઃખનાં નિમિત્ત છે. જીવને પિતાના દુઃખ પ્રત્યે દ્વેષ હોવાથી તે સંગ પર પણ દ્રષ થાય છે. સ્વદુઃખવિષયક શ્રેષને શાસકારે દાહની ઉપમા આપે છે. આ દાહ જીવને સતત બાળ્યા કરે છે. લગભગ બધા જ દુઃખને દૂર કરવા માટે રાતદિવસ પ્રયત્ન કરે છે, પણ દુઃખ ઉપર રહેલા શ્રેષને દૂર ૪૮ Page #74 -------------------------------------------------------------------------- ________________ કરવાના પ્રયત્ન કાઇક (વિરલ) મહાત્મા જ કરે છે. વર્તુમાન દુ:ખને (ઉદયપ્રાપ્ત પાપકમને) દૂર કરવુ, એ જીવના હાથમાં નથી, જ્યારે દુ:ખ ઉપરના દ્વેષને દૂર કરવામાં તે સ્વતંત્ર છે. દુઃખ પરના દ્વેષ દૂર થતાં જ દુઃખ એ તત્ત્વતઃ દુઃખ અર્થાત્ પીડા કરનારું રહેતું જ નથી. પેાતાના દુઃખ પર રહેલા દ્વેષને દૂર કરવાના સરલતમ ઉપાય કરુણા ભાવના છે. કરુણા ભાવના એટલે ખીજાએનુ દુ:ખ દૂર કરવાની વૃત્તિ. જેમ આપણને પેાતાના દુઃખ ઉપર દ્વેષ છે, તેમ ખીજાએનાં દુ:ખ પર દ્વેષ થવો જોઇએ અને તે દુઃખ દૂર કરવાની તાલાવેલી જાગવી જોઇએ. ખીજાઓનાં દુઃખ દૂર કરવાની ચિંતા જ્યારે મનમાં જાગે છે, ત્યારે પેાતાનું દુઃખ ભુલાઈ જાય છે. પેાતાનાં દુ:ખને ભૂલી જવામાં જ સાધનાનું રહસ્ય છુપાયેલું છે, વ્યક્તિગત દુ:ખ પ્રત્યેના દ્વેષનું સ્થાન સર્વ દુ:ખી જીવોનું દુઃખ બનાવવુ, એ જ કરુણા ભાવનાનું રહસ્ય છે. ‘મારાં દુ:ખા નાશ પામેા,’ એવી વૃત્તિ સને હાય છે; તેનાં સ્થાને સવનાં દુઃખા નાશ પામેા,' એવી ઈચ્છા પ્રમળ બનાવવી જોઇએ. આ ઈચ્છાના મળથી અન્યને અપકાર કરવાની મલિન ચિત્તવૃત્તિ નાશ પામે છે અને ક્રોધ પણ શમી જાય છે. દુ:ખીની અપેક્ષાથી પોતે સુખી છે, એમ જાણવાથી ‘હું ઉચ્ચ, હું શ્રીમંત, હું સુખી, હું રૂપવાન, હું બળવાન,’ વગેરે અભિમાન (૪૫) થાય છે. આ ૬ દુઃખી પ્રત્યે તિરસ્કાર કરાવે છે. બધાં પ્રાણીઓને આત્મતુલ્ય માનીને ૪૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ કરુણા ભાવનાને ચિત્તમાં સ્થિર કરનાર આત્માને અહંકાર ઓગળી જાય છે., પ્રત્યેક વસ્તુનું બળ સ્થાન વિશેષને પામીને જ હાનિકર કે હિતકર બને છે; સ્થાન ભેદે તે જ વસ્તુનું હાનિકારક બળ પણ હિતકારક બને છે. વિષયમાં પ્રેમ એ હાનિકારક છે, પણ તે જ પ્રેમને વિષય જે પરમાત્મા બનાવવામાં આવે તે લાભને પાર જ રહેતું નથી. વિષયોમાં વિરક્તિ (ઉપેક્ષા) એ પરમ સુખનું સાધન છે, પણ એ જ ઉપેક્ષા જે ધર્મ તરફ થઈ જાય છે તે મહાન દુઃખનું મૂળ બની જાય છે. આવી જ રીતે પોતાના વર્તમાન દુખ પ્રત્યેનો દ્વેષ એ એક એવી આગ છે કે જે આત્માને નિરંતર બાળે છે; પણ તે જ શ્રેષને વિષય જ્યારે બીજાનું દુખ બને છે, ત્યારે તે જ વૈષ આગને બદલે શેકનું કામ કરે છે. જેમ શેક (Fomentation) સેજા વગેરેથી થતા દુઃખને દૂર કરે છે, તેમ પરદુઃખવિષયકઠેષરૂપે કરુણા ભાવના આર્તધ્યાનરૂપ મહાગથી ઉત્પન્ન થતાં અનેક દુઃખનું નિવારણ કરે છે. વર્તમાનકાલીન સ્વદુઃખવિષયક ઠેષ એ સર્વ સંક લેશેનું મૂળ છે. તે અત્યંત સંકુચિત વૃત્તિ છે. સંકુચિત એવી તે વૃત્તિ જ્યારે સર્વ દુઃખી પ્રાણીઓનાં દુઃખ જેટલી વિસ્તૃત બને છે, ત્યારે સંકલેશને નાશ થાય છે અને ચિત્ત નિર્મલ બને છે. જેન સિદ્ધાંત મુજબ તીર્થકર નામક ઉપાર્જન કરનાર ૫૦ Page #76 -------------------------------------------------------------------------- ________________ પુણ્યાત્માઓની ઉપર્યુક્ત વૃત્તિ મુક્તિ પૂર્વેના છેલલા ત્રીજા ભવમાં વિશાળતાની પરાકાષ્ઠાએ પહોંચે છે. “સર્વ જીનાં સર્વ દુઃખનું મૂળ કારણ જે કર્મ, તેનાથી સર્વ જીવે મુક્ત થાઓ', એવી વિશાળ કરુણા તેમને તીર્થંકર પદની સમૃદ્ધિઓનું ભાજન બનાવે છે. આ જ સાર્વભૌમ કરુણા તેમનામાં એવી યોગ્યતા પ્રગટાવે છે કે જેથી તેઓ સર્વ જીનાં સર્વ દુઃખાના નાશના અનુપમ ઉપાય બતાવનારું પરમ પવિત્ર તીર્થ પ્રવર્તાવે છે, અને +મહાગપ, મહાનિચમક, મહાસાર્થવાહ, વગેરે શ્રેષ્ઠ ઉપમાઓને પ્રાપ્ત થાય છે. સ્વાત્મવિષયક કરુણ (જેની વ્યાખ્યા પૂર્વે બતાવવામાં આવી છે) જીવને ધર્મમાર્ગમાં આગળ વધવા માટે +૧. મહાગોપ-ગેપ એટલે ગોવાળ. જેમ ગોવાળ પિતાની નિશ્રામાં રહેલા પશુઓનું પાલન, સંરક્ષણ, વગેરે કરે છે, તેમ શ્રી તીર્થકર ભગવંતે સર્વ જીનાં પાલન (ધર્મપુષ્ટિ), સંરક્ષણ (અધર્મથી), વગેરેને કરનારા હેવાથી તેઓ મહાગપ છે. ૨. મહાનિયમિક–નિયમક = સ્ટીમરને કેપ્ટન. જેમ કેપ્ટન સ્ટીમરને સમુદ્રના કિનારે પહોંચાડે છે, તેમ આ ભવસમુદ્રમાં જીને ધર્મરૂપ સ્ટીમરમાં બેસાડીને મોક્ષરૂપ કિનારે પહોંચાડનારા હોવાથી શ્રી તીર્થંકર મહાનિર્ધામક છે. ૩. મહાસાર્થવાહ–પૂર્વનાં કાળમાં વેપાર વગેરેના અર્થે મોટા મોટા સાર્થો (કાફલાએ) નીકળતા. સાર્થવાહ એટલે સાર્થના આગેવાન. સાર્થવાહ સાથેના પ્રત્યેક ઘટકની જેમ કાળજી રાખે તેમ ધમ પુરૂષના સાર્થને શ્રી તીર્થકર ભગવંતે સંભાળતા હોવાથી તેઓ મહાસાર્થવાહ છે. ૫૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ ઉત્સાહ તથા બળ આપે છે અને સાધનામાં આવતા ઉપસર્ગો અને પરીષહેને ઉત્સવ રૂપ બનાવે છે. આ જ કરુણ ગ્રંથિભેદનું મુખ્ય સાધન છે. સમ્યગદર્શન પ્રાપ્ત થતાં જ જ્યારે આ કરુણા શમાદિ ગુણોથી યુક્ત બને છે, ત્યારે તે શુભ પરિણામોની (આત્માના શુભ અધ્યવસાયે ની અભિવૃદ્ધિમાં અતિ મહત્વને ભાગ ભજવે છે. કરુણા ભાવનાને આધાર દુખ છે. કરુણાભાવનાના અભ્યાસીને સંસારમાં રહેલાં દુખેનું જ્ઞાન યથાર્થ હેવું જોઈએ. સમ્યગ્દષ્ટિ આત્મા તે દુઃખનું અવલોકન નીચે. મુજબ કરે છે? આ સંસાર જન્મ, વ્યાધિ, રેગ, શેક, જરા, મૃત્યુ, વગેરે અનેક દુઃખોથી ભરપૂર છે. ચારે ગતિમાં એવું એક પણ સ્થાન નથી કે જ્યાં એમાંનું કેઈપણ દુઃખ ન હેય નરકગતિમાં વેદનાને પાર નથી. અહિં કરતાં અનંત ગુણી ઉણતા અને ટાઢ ત્યાં હોય છે. ત્યાંની ટાઢમાંથી ઉપાડીને કેઈ નારકીના જીવને શિયાળામાં હિમાલયના અત્યચ્ચ શિખર પર બરફ વચ્ચે મુકવામાં આવે તે પણ તેને આહ્લાદ થાય. નારકીઓ પરસ્પર સતત લડતાજ હોય છે. એક બીજા પ્રત્યે તેમને સદેવ મત્સર હોય | * ગ્રંથિ અત્યંત ઘન દુર્બોધ) એવા રાગદ્વેષાદિ વિભાઘન એવા આ વિભાવોને ભેદ્યા પછી (આત્મામાંથી દૂર કર્યા પછી જ) સમ્યગ્દર્શનનામક તત્ત્વ શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે. - પર Page #78 -------------------------------------------------------------------------- ________________ છે. પરમાધામિએ તરફથી અસહ્ય વેદનાએ તેમને સહન કરવી પડે છે. શાલિ વૃક્ષના કાંટા, અસિપત્ર વૃક્ષના તલવાર જેવાં પાંદડાંઆ, તાંબુ વગેરે ધાતુઓના ઉકળતા રસનું પાન, વૈતરણી નદી વગેરે અનેક પ્રકારનાં દુ:ખનાં નિમિત્તો વચ્ચે જીવને રહેવુ પડે છે. એક ક્ષણ પણ નારકીઓને સુખ નથી. સર્વજ્ઞ સિવાય તેમની વેદનાને સંપૂર્ણ રીતે કાણ જાણી શકે ? કહેનાર સર્વજ્ઞ હાય, આયુષ્ય કરાડા વરસનું હાય, અને કહેવા માટે હજારા મુખ હાય, તા પણ તે વેદનાનુ વર્ણન પૂર્ણ ન થાય. " તિય ચગતિનાં દુ:ખો પણ અત્યંત ભીષણ છે. એકેન્દ્રિયાક્ત્તિ જીવાને છેદન, ભેદન વગેરે અનેક દુઃખો સતત સહેવાં પડે છે. પશુઓ પણ ચામુક, અંકુશ વગેરેના પ્રહારા, વધ, મધ, તૃષા, વગેરે અસ ંખ્ય દુ:ખોથી નિરંતર પીડાઇ રહ્યા છે. મનુષ્યાને યુદ્ધ, અકસ્માત્, વગેરેનાં અનેક દુઃખા રહેલાં છે. ‘દેવાને પણ દુ:ખાના પાર નથી. અવધિજ્ઞાનથી જ્યારે તેમને પેાતાના ચ્યવનકાળનું જ્ઞાન થાય છે, + નારકીએને પીડા આપનાર દેવતાવિશેષ. * નરકનાં આ વનને વિશેષ જાણવા માટે જુએ શ્રી “સૂયગડાંગ સૂત્ર', ‘નિરયવિભત્તિ’ અધ્યયન. * અવધિજ્ઞાનથી ભૂત અને ભવિષ્યકાળનાં ખનાવા, દૂર પ્રદેશમાંના મનાવે! વગેરેનું સાક્ષાત્ દન થાય છે. આવું જ્ઞાન દેવતાઓને સહજ ઢાય છે. વિશેષ માટે જુએ શ્રી ‘નસૂિત્ર’. ૫૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તેમના દુઃખની સીમા જ રહેતી નથી. “અશુચિથી પરિપૂર્ણ એવા માતુગર્ભમાં પ્રવેશ કરે પડશે, ઈત્યાદિ વિચારેથી તેમને શૂળી કરતાં પણ અધિક વેદના થાય છે. દેવતાઓમાં પણ ઈર્ષ્યા, પરસ્પર કલહ, વગેરે ચાલુ જ હાય છે. દેવતાને જે કાંઈ સુખ છે, તે મધુલિત ખડ્ઝધારાને ચાટવા જેવું દુઃખાનુષંગી છે. પગની નસમાં સોજો આવી ગયે હેય ત્યારે કઈ માલીશ કરે તે સુખ લાગે છે. આ સુખ એ તત્ત્વતઃ સુખ નથી, કિન્તુ દુઃખને પ્રતીકાર માત્ર છે. આવું જ સુખ દેવતાઓનું હોય છે. સંસારમાં રહેલાં અનેક દુખોને તે પ્રતીકાર માત્ર છે. - “જીવને આ સંસારમાં જે કાંઈ સુખ લાગે છે, તે કેવળ ભવ ઉપરના અગ્ય બહુમાનને (ભવાભિનંદિતાને) કારણે છે. તત્ત્વતઃ તે સુખ જ નથી કારણ કે તે કર્મજન્ય છે અને કર્મ એ બંધનરૂપ હેઈ દુઃખનું જ કારણ છે.” ઉપર્યુક્ત દુઃખોનું અને તે દૂર કરવાનાં સાધનનું યથાર્થ જ્ઞાન સમ્યગદષ્ટિ આત્માને જ હોય છે, તેથી તેની કરુણા એ જ તાવિક કરુણા છે. દુઃખસ્વરુપ સંસારનું અવલોકન કર્યા પછી સમ્યદૃષ્ટિ જીવ આ પ્રમાણે વિચારે છે – * “યોગબિંદુમાં કહેલી સમ્યગૃષ્ટિની કરુણા ભાવના – मोहान्धकारगहने, संसारे दुःखिता बत । सत्त्वाः परिभ्रमन्त्युच्चैः सस्यस्मिन् धर्मतेजसि ॥२८५।। (૫૫ મા પાના પર જુઓ.) Page #80 -------------------------------------------------------------------------- ________________ દુઃખરૂપ જલથી પરિપૂર્ણ એવા આ ભવસમુદ્રના પારને સર્વ જી પામે. જ્યાં જન્મ નથી, મૃત્યુ નથી, રેગ નથી, ભય નથી, શક નથી, કેઈ પણ અન્ય વ્યાબાધા નથી અને જ્યાં નિરંતર અનુપમ એવું સુખ છે, તે મોક્ષ સર્વ જીને પ્રાપ્ત થાઓ.” કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજાએ ચોગશાસ્ત્રમાં “દીન, આર્ત, ભીત અને જીવવા ઈચ્છતા એવા ( ૫૪ પાના પરથી ). મહા ખેદની વાત છે કે ધર્મને પ્રકાશ વિધમાન હોવા છતાં જીવાત્માએ મોહના અંધકારવડે ગહન એવા આ આ સંસારમાં દુ:ખી બનીને પરિભ્રમણ કરી રહ્યા છે!” अहमेतान् अतः कृच्छाद् , यथायोगं कथंचन । अनेनोत्तारयामीति, वरबोधिसमन्वितः ॥ २८६ ॥ “હું આ સર્વજીને કોઈપણ ઉપાય વડે જેમ બને તેમ આ ભયંકર દુઃખમાંથી ઉગારું,” એમ શ્રેષ્ઠ બાધિ (સમ્યગદર્શન) થી યુક્ત એ તે મહાત્મા વિચારે છે. સમ્યગ્દષ્ટિના ગુણ करुणादिगुणोपेतः, परार्थव्यसनी सदा । तथैव चेष्टते धीमान् , वर्धमानमहोदयः ॥ २८७ ॥ કરૂણાદિ ગુણવાળો, સદા પારકાના કાર્ય કરવામાં તત્પર અને પ્રવર્ધમાન પુણ્યવાળા તે ઉપર મુજબ પ્રયત્ન કરે છે. तत्तत्कल्याणयोगेन, कुर्वन् सत्त्वार्थमेव सः । તીર્થમાનોતિ, પરં તત્ત્વાર્થસાધનમ્ ! ૨૮૮ || સર્વ જીવાત્માઓના હિત માટે તે તે હિતકર કાર્યોને કરતે તે શ્રીતીર્થંકરપણને પામે છે, જે જીવોના કલ્યાણનું પરમ સાધન છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ લોકેના ન્યાદિને પ્રતીકાર કરવામાં પરાયણ એવી બુદ્ધિને કારુણ્ય કહ્યું છે.” | દીન એટલે પિતાનાં પાપને પ્રતીકાર કરવામાં અને સમર્થ. “જગતમાં સૌથી મોટું પાપ કુશાસ્ત્રપ્રણયન છે. તે પાપને પ્રતીકાર કરવામાં અસમર્થ એવા કુશાસ્ત્ર પ્રણે તાઓ ખરેખર દીન છે. કુશાસ્ત્ર પ્રણેતા કુમાર્ગ પ્રણયન રૂ૫ પાપથી કયારે મુક્ત થશે? મરીચિના ભવમાં ઉન્માર્ગ દેશના રૂપ પાપ વડે ત્રણ ભુવનના અધિપતિ એવા શ્રી વીરભગવાનને જીવ પણ જે દીર્ઘ કાળ સુધી સંસારચક્રમાં ભ તે બીજાઓની શી ગતિ થશે?,” આવી કરુણ ભાવના ભાવદૈન્યથી યુક્ત એવા કુશાસ્ત્ર પ્રણેતાઓને અનુલક્ષીને કરી શકાય. વિષયોના સંગથી ઉત્પન્ન થયેલાં દુખે જેઓ ભેગવી રહ્યા છે તેઓ આ પીડિત) છે. “સંસારી જી વિષયને મેળવવામાં અને ભેગવવામાં જ રાચ્ચા માગ્યા રહે છે. આ વિષયને ભેગ પૂર્વના અનંત ભવોમાં અનંતાનંત વખત કર્યો અને તેનાં અનેક કડવાં ફળ ભોગવ્યા છતાં પણ તેઓ કદી પણ તે ભેગોથી નિવૃત્ત બનતા નથી. “પૂર્વે આ વિષયે મને કદી જ મળ્યા નથી, આ *दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । प्रतीकारपराबुद्धिः कारुण्यमभिधीयते ।। (યોગશાસ્ત્ર ૪.૧૨૦.) + વિશેષ માટે જુએ “મહાવીર ચરિયું. 'પ૬ Page #82 -------------------------------------------------------------------------- ________________ વિષયા તદ્દન અપૂર્વ (નવા) છે,' એવા ભ્રમ તેમને સતત રહ્યા કરે છે. આવા જીવા વિષયવિરક્તિથી થતા પ્રશમં રૂપ અમૃતનું આકંઠ પાન કરી કયારે તૃપ્ત બનશે ? તેઓ પરમસુખમયી એવી વીતરાગ દશાને કયારે પામશે ?” એ જાતની કરુણા વિષયાત જીવા પ્રત્યે ભાવવી જોઇએ. “ આ ભવચક્રમાં ખાલ, વૃદ્ધ વગેરે સર્વ જીવાની સામે ભયનાં અનેક કારણેા સમુપસ્થિત થાય છે. આવા સચૈાગેામાં તેમનું માનસ સતત ભયગ્રસ્ત રહે છે. ભયભીત જીવા સર્વ પ્રકારના ભયેાથી કયારે સર્વથા મુક્ત થશે ? સર્વ ભયેાથી રહિત એવી જિતભય' (માક્ષ) અવ સ્થાને તેઓ કયારે પામશે ?” આ પ્રકારે કરુણા ભાવના ભયભીત આત્માઓને ઉદ્દેશીને કરી શકાય. મરણનું' દુ:ખ અધાં દુ:ખાને ટપી જાય તેવું છે. અધા જીવા જીવન ઇચ્છે છે, મરણ કેાઈ પણ ઇચ્છતું નથી, છતાં જીવન આયુકથી અધિક વધારી શકાતું નથી અને મરણુ આવ્યા વિના રહેતું નથી. જ્યારે મરણુ સામે દેખાય છે અને તે જ વખતે જેમના સચૈાગમાં પેાતે ખૂબ ખૂબ રાગ કેળવ્યો છે, એવાં ઘન, પુત્ર, સ્ત્રી, વગેરેના વિયાગ પણ સામે આવીને ઉભા રહે છે, ત્યારે તે મરણુ અને વિયાગના વિચાર જીવને અકથનીય પીડા આપે છે. આવી પીડાને અનુભવનારા પ્રાણીઓને જિનવચનામૃત પ્રાપ્ત થાઓ, તે અમૃતદ્વારા તેએ અજર અમર અને,’ વગેરે રૂપ કરુણા ભાવના મારણાન્તિક પીડાને અનુભવનારા જીવા પ્રત્યે કરી શકાય. < ૧૭ Page #83 -------------------------------------------------------------------------- ________________ જેમ આપણને દુઃખ અપ્રિય છે, તેમ સર્વ જીવને તે અપ્રિય છે. પિતાને જે અપ્રિય છે, તેનું બીજાઓ પ્રત્યે સમાચરણ ન કરવું એ અહિંસા છે અને એ જ પરમ ધર્મ છે. અહિંસા એ કરુણાનું જ ફળ છે. આવી જ રીતે સત્યાદિ વ્રત પણ કરુણા ભાવનામાંથી જન્મ પામે છે. સર્વ સત્ ક્રિયાઓ, સર્વ ધર્મ અનુષ્ઠાને, સર્વ આગમ વાયે, વગેરેની પાછળ સ્વાત્મવિષયક અથવા પરાત્મવિષયક કરુણા રહેલી જ છે. નમસ્કાર મહામંત્રમાં કરુણાના સમુદ્ર એવા પાંચ પરમેષ્ઠિઓનું જ સ્મરણ છે. પ્રતિક્રમણની ક્રિયામાં પાપ કરનાર એવા પિતાના આત્મા પ્રત્યે કરુણ રહેલી છે. જેમ ગુણાધિક આત્માઓ પ્રમેદ ભાવનાના વિષય છે. તેમ હીન ગુણ આત્માએ કરુણા ભાવનાનો વિષય છે. શિષ્યને ગુરૂ પ્રત્યે પ્રમોદભાવ હોય છે, જ્યારે ગુરૂને શિષ્ય પ્રત્યે કરુણાભાવ હેય છે. કરુણાના કારણે જ ગુરુ શિષ્યને સર્વ ગુણનું ભજન કરવા માટે દિવસ-રાત મથે છે. વાચના, સારણા, વારણા, વગેરેની પાછળ કરુણા ભાવના જ મુખ્ય કામ કરે છે. પિતે જે અનુષ્ઠાનની સાધના કરે છે, તે અનુષ્ઠાન જેમને પ્રાપ્ત થયું નથી, તેમના પ્રત્યે જે સાધકને કરુણા ભાવના ન હોય તો તે અનુષ્ઠાનમાં તે કદી પણ સિદ્ધિ ન મેળવી શકે. જેમને તે અનુષ્ઠાન પ્રાપ્ત થયું નથી અથત જેઓ પિતા કરતાં નીચલી ભૂમિકા પર છે, તેમના પ્રત્યે જે કરુણ ભાવ ન આવતું હોય તે સમજવું કે તેને પિતાના • ૫૮ Page #84 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાનનું વાસ્તવિક પ્રણિધાન જાગ્યું નથી તેની દુર્લભતા કે મહત્તા હજી સમજાઈ નથી) અથવા તે અનુષ્ઠાનની પાછળ તે સાધકને શુભાશયને બદલે પાપકર્ષાદિ કઈ દુષ્ટ આશય હવે જોઈએ. કરુણા ભાવનાથી સ્કર્ષ અને પરોપકર્ષની ઈચ્છા રૂપ દુષ્ટ ચિત્તવૃત્તિને લય થાય છે. કરુણાના વિધી તિરસ્કાર અને ઉપેક્ષા છે. હીનગુણ પ્રત્યે તિરસ્કાર અને દુખીનાં દુઃખ પ્રત્યે ઉપેક્ષા જીવને * અચરમ પુદ્દગલ પરાવર્તોમાં હોય છે. જે બીજાઓને તિરસ્કારે છે, તે પોતેજ તિરસ્કારને પામે છે અને જે દુઃખીઓની ઉપેક્ષા કરે છે, તેને દુખ વખતે બીજાઓની સહાય મળતી નથી. કરુણા ભાવનાના નિરંતર અભ્યાસથી આ તિરસ્કાર અને ઉપેક્ષારૂપ અશુભ ચિત્તવૃત્તિઓને વિલય થાય છે, તેથી કરુણા ભાવનાને કેળવવી, એ પ્રત્યેક સાધકનું પરમ કર્તવ્ય છે. નહિતેપદેશદાન એ સર્વશ્રેષ્ઠ કહ્યું છે. જિનપ્રવચન હિતેપદેશરૂપ છે અર્થાત્ કરુણામય છે. શ્રી તીર્થંકરભગ + ધર્મપ્રાપ્તિ પૂર્વેને અનાદિ કાળ. *नोपकारो जगत्यस्मिस्तादृशो विद्यते क्वचित् । यादृशी दुःखविच्छेदाद् देहिनां धर्मदेशना ॥ [ધર્મબિંદુ ૨.૮૦] પ્રાણીઓનાં દુઃખને વિચ્છેદ કરવાથી ધર્મદેશના જેવો ઉપકાર કરે છે, તે બીજો ઉપકાર આ જગતમાં નથી. Page #85 -------------------------------------------------------------------------- ________________ તેનું મુખ એ પુષ્કરાવી મેઘ રૂપ છે. તે મેઘમાંથી હિતેપદેશરૂપ જલની પ્રચંડ વર્ષા થાય છે. આ જ વર્ષો વડે ભવ્ય જીને પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે. જે લાનની ઉપેક્ષા કરે છે, તે મારી ઉપેક્ષા કરે છે એવું શ્રી જિન વચન છે. આ વચન એ બતાવે છે કે કરુણું ભાવનાના પાત્ર તરફ કરુણાને પ્રયોગ ન કરવામાં આવે તે તેમાં શ્રી તીર્થકર ભગવંતની જ ઉપેક્ષા થાય છે. ઉપરના વાક્ય પરથી એ પણ ફલિત થાય છે કે ગ્લાનની સેવા એ તીર્થકરની જ સેવા છે, અર્થાત્ કરુણામાં તીર્થકરની સેવા જેટલું પુણ્ય રહેલું છે. દાન, શીલ, તપ અને ભાવરૂપ ચતુર્વિધ ધર્મમાં દાન એ સ્વાત્મવિષયક અને પરાત્મવિષયક બંને પ્રકારની કરુણામાં લઈ શકાય. અન્નદાન, જ્ઞાનદાન, અભયદાન વગેરેમાં પરની કરુણા સ્પષ્ટ જ છે. એ દાનવડે જે પુણ્ય વગેરેનું ઉપાર્જન થાય છે, તેના વડે પિતાના આત્મા પર પણ અનુગ્રહ થતો હોવાથી દાનને સ્વાત્મવિષયક કરુણા પણ કહી શકાય. શીલાદિ ધર્મો અધસ્તન ભૂમિકાવતી પિતાના આત્માને ઉપરિતન સ્થાન તરફ લઈ જનારા હોવાથી તેઓ સ્વાત્મવિષયક કરુણ રૂપ છે. શીલ અને તપના કારણે આરંભ, સમારંભ, વગેરેમાંથી બચી જવાય છે, તેથી એકેન્દ્રિયાદિ અનેક જીને અભયદાન મળે છે, માટે તે * શ્રેષ્ઠ પ્રકારને મેઘ. Page #86 -------------------------------------------------------------------------- ________________ એને પરાત્મવિષયક કરુણામાં પણ લઈ શકાય. આવી જ રીતે યુગનાં યમાદિ આઠ અંગોમાં સર્વત્ર કરુણ રહેલી છે. શ્રાવક ધર્મ અને યતિધર્મ બંનેમાં અહિંસાનું એટલે કે કરુણા ભાવનાનું પ્રાધાન્ય છે. ઉપરની વિચારણા પરથી એ નિષ્કર્ષ પર આવી શકાય કે કરુણા ભાવના એ સમગ્ર જિનવચનને સાર છે. કરુણા ભાવનાના નિરંતર અભ્યાસથી પોતાના સંકલેશ દૂર થાય છે, બીજાઓનાં દુઃખનું નિવારણ કરવા માટેનું અપૂર્વ બળ પ્રાપ્ત થાય છે અને પરોપકાર માટેનું સહજ સત્ત્વ પ્રકૃષ્ટ બને છે. કરુણા ભાવનાથી સ્વાર્થ વૃત્તિ, પોતાનાં જ દુઃખની ચિંતા રૂપ મેહ, સંકુચિતતા, તિરસ્કાર, અહંકાર, પરદુઃખની ઉપેક્ષા, વગેરે ચિત્તનાં મળે નાશ પામે છે. નિર્મલ બનેલું તે ચિત્ત સધનું ભાજન બને છે. આ ભાવનાથી પાપને ક્ષય થાય છે અને પુણ્યનું ઉપાર્જન થાય છે. પૂર્વે આપણે જોયું કે જિનપ્રવચન એ કરુણામય છે. કરુણામય એવા આ પ્રવચનનાં રહસ્ય સમજવાં હોય તે હૃદયમાં કરૂણા ભાવના નિરંતર રમવી જ જોઈએ. કરુણા ભાવનાથી રહિત એવું હદય પરમ કાણિક એવા શ્રી જિનેશ્વર ભગવંતને અને તેમના પ્રવચનને શી રીતે સમજી શકશે ? જે હનગુણ આત્માઓ પ્રત્યે કરુણાને ધારણ કરે છે, તેના પર અધિકગુણ આત્માઓની કરુણ કુદરતી Page #87 -------------------------------------------------------------------------- ________________ રીતે વરસે છે. આ કરુણા સાધકનું અધિકગુણવાળા આત્માઓની સાથે મિલન કરાવી આપે છે, જેથી સાધકમાં નવા નવા ગુણેનો પ્રાદુર્ભાવ થાય છે. જે બીજાઓને સહાય કરે છે, તેના દુઃખ વખતે બીજાઓ પણ તેને સહાય કરે છે. જે જીવ બીજાનાં દુઃખને દૂર કરવાના ઉપાયને હૃદયમાં વિચારે છે, તે પરિણામે વિકાર વિનાનું (અવ્યાબાધ સુખ પામે છે. સર્વ ભવ્ય જી કરુણા ભાવનાના અભ્યાસની પરાકાકાને પામીને “કરુણાસિંધુ પદવીને વરે, એ જશુભેરછા. Page #88 -------------------------------------------------------------------------- ________________ કરુણા ભાવના (સંક્ષિપ્ત) ૧. નિમિત્ત કારણ: દીન, આર્ત, ભીત, જીવિતને યાચનાર, વગેરે દુઃખી છે. ૨ નિમિત્ત કારણના સંઘર્ષમાં આવતું ઉપાદાન કારણઃ પિતાના દુઃખ તરફને દ્વેષ, પિતાનું દુઃખ દૂર કરવાની ચિંતા, પિતાનાં સુખનું અભિમાન, પારકાનું બૂરું કરવાની વૃત્તિ, વગેરે. ૩. ઉપાદાન કારણરૂપ અશુભ વૃત્તિઓને આકારઃ “મારું દુઃખ દૂર થાઓ', “મને કદી પણ દુઃખ ન આવે; હું સુખી છું, રૂપવાન છું, ઐશ્વર્યવાન છું', વગેરે. ૪. નિમિત્ત અને ઉપાદાન કારણના સંઘર્ષથી ઉત્પન્ન થતા ચિત્તમળે : દુઃખી તરફ ઉપેક્ષા, નિર્દયતા, ધૃણા, તિરસ્કાર, અભિમાન દ્વેષ, જુગુપ્સા, વગેરે. ૫. તે મળેના કારણે થતા અનર્થો : દુ:ખી જીવોનાં દુઃખમાં વૃદ્ધિ, પિતાના દુ:ખમાં વૃદ્ધિ, સ્વાર્થિપણું, વગેરે. ૬. ચિત્તમળનાશક ઉપાય: - “સર્વનું દુઃખ દૂર થાઓ', એવી ભાવના; “સંસાર દુઃખમય છે, એવી ભાવના; પિતાના વર્તમાન દુઃખને દૂર કરવાની ચિંતામાં ન પડતાં, તે દુઃખ પ્રત્યે રહેલા ટ્રેષને દૂર કરવાનાં પ્રયત્ન જેવી તાલાવેલી પિતાનાં દુઃખ દૂર કરવા તરફ છે, તેવી જ બીજાનાં દુઃખ દૂર કરવામાં હોવી જોઈએ; સર્વ પ્રાણિઓને આમ તુલ્ય માનવાં વગેરે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭. ઉપાય સંગ્રાહક શબ્દ કરુણા ભાવના ૮. તેની ટૂંકી વ્યાખ્યાઓઃ __परदुःखप्रहाणेच्छा करुणा । परदुःखविनाशिनी करुणा । दीनादिषु प्रतीकारपरा बुद्धिः कारुण्यम् । ૯. પયાર્યો : કરુણા, અનુકંપા, દયા, અકૃણા, દીનાનુગ્રહ, વગેરે. ૧૦. પ્રકારઃ લૌકિક દખિતદર્શનજન્ય, 8. મોહજન્ય, T સંવેગજન્ય (સમ્યગ્દષ્ટિને), '! સ્વાભાવિક (અપ્રમાદિ મહામુનીઓને); નિશ્ચયિક/ વ્યાવહારિક સ્વાત્મવિષયક) પરાત્મવિષયક વગેરે. ૧૧. ફળો: - તીર્થકરવ, સ્વ પર દુઃખ નાશ, શુભ પરિણામ વૃદ્ધિ, અહંકાર નાશ, અન્ય પર અપકાર કરવાની વૃત્તિને નાશ, આર્તધ્યાનનાશ, દયા, વ્રતોમાં સિદ્ધિ, સંકલેશનાશ, સત્વ-શીલપ્રજ્ઞામાં વૃદ્ધિ, પુણ્યોપાર્જન, પાપક્ષય, પરોપકાર કરવા માટેના બળની પ્રાપ્તિ, અધિકગુણ આત્માઓની પિતાના પર કરુણા, તેમની સાથે સંબંધ, વગેરે. ૧૨ શેષ મુદ્દાઓ : છે. કરુણામય એવા જિનપ્રવચનને કરુણાદ્ર એવું હૃદય જ સમજી શકે. Page #90 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની કરુણા ભાવના. સાધકે અનુષ્ઠાનની સિદ્ધિ માટે હનગુણ પ્રત્યે કરુણા રાખવી જોઈએ. હિતોપદેશદાન એ શ્રેષ્ઠ કરુણા છે. ગ્લાનની સેવા એ તીર્થકરની સેવા છે. ગુરુએ શિષ્ય પ્રત્યે કરુણ ધારણ કરવી જોઈએ. વગેરે. ૧૩. શ્લોક : दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । प्रतीकारपराबुद्धिः कारुण्यमभिधीयते ॥ - Tયેગશાસ્ત્ર ૪.૧૨૦.] દીન, પીડિત, ભયભીત અને જીવનની યાચના કરતા (સદેવ જીવવા ઈચ્છતા) જીવનાં તે તે દુ:ખ દૂર કરવામાં તત્પર એવી બુદ્ધિ તે કાર્ય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ માધ્યશ્ચિભાવના Page #92 --------------------------------------------------------------------------  Page #93 -------------------------------------------------------------------------- ________________ રાગ અને દ્વેષ એ બેની વચ્ચે રહેનાર તે મધ્યસ્થ અર્થાત્ જેની ચિત્તવૃત્તિ રાગ કે દ્વેષથી કલુષિત નથી તે મધ્યસ્થ કહેવાય. મધ્યસ્થપણું તે માધ્ય. કઈ પણ પ્રસંગમાં રાગ કે વેબ ન થાય તે માટેનું પુનઃ પુન: ચિંતન તે માથુચ્યવના છે. મિથ્યાદિ ચાર ભાવનાઓમાં માધ્યચ્ય ભાવેનાને ઉલ્લેખ અંતિમ - ના તરીકે કરવામાં આવે છે, તેનો અર્થ એ છે કે જે સ્થાનમાં મત્રી, પ્રમોદ કે કરુણા ભાવનાને ઉપગ ન થઈ શકે, ત્યાં આ માધ્યચ્ચ ભાવનાને ઉપયોગ કરવો જોઈએ. - સામાન્યતઃ માધ્યય્યને અર્થ “બીજાના દેની ઉપેક્ષા” એ કરવામાં આવે છે, પણ આ અર્થની સાથે બીજા અનેક અર્થોને સંબંધ માધ્યચ્ય સાથે છે, એ આપણે આ લેખ પરથી સમજી શકીશું. માધ્યચ્યના વિષયોને નીચેના નવ વિભાગોમાં વહેંચી શકાય તેમ છે ? Page #94 -------------------------------------------------------------------------- ________________ (૧) અતિપાપીવિષયક, (૨) અહિતવિષયક, (૩) અકાલવિષયક, (૪) અપમાનવિષયક, (૫) સાંસારિકસુખવિષયક, (૬) ગુણવિષયક, (૭) મેક્ષવિષયક અને (૮) સર્વવિષયક. આ તરકશિ અ (૧) અતિપાપીવિષયક માધ્યચ્યઃ—જેઓ કુગુરુઓથી ખોટે ભાગે ચડાવી દેવામાં આવ્યા છે, જેમને ગલમિથ્યાદર્શન અને અજ્ઞાનને તીવ્ર ઉદય છે, હિતોપદેશ સાંભળ્યા પછી પણ જેઓ અહિતને છેડતા નથી અને હિતને આચરતા નથી, જેમને સત્ય તરફષ છે, જેમાં ગ્રહણ, ધારણું, વગેરે બુદ્ધિના ગુણથી રહિત છે, જેઓ અભક્ષ્યભક્ષણ, અપયપાન, અગમ્યગમન, મુનિઘાત વગેરે દૂર કર્મોમાં કંપ વિનાના છે, જેઓ વીતરાગ, સદ્ગુરૂ અને સદ્ધર્મના નિર્દક છે, જેઓ સદોષ એવા પોતાના આત્માની પ્રશંસામાં મગ્ન છે અને જેમ મુદ્ગ પાષાણ પર પુષ્પરાવર્ત મેધની વર્ષોથી કંઈ પણ અસર થતી નથી, તેમ જેમના પર સદુપદેશની પ્રચંડ વર્ષા નિષ્ફળ જાય છે, એવા અતિપાપી, ગુરુકમ, દેષપંકનિમગ્ન અને અવિનીત આત્માઓના દે તરફ ઔદાસિન્ય (ઉપેક્ષા) તે અતિપાપીવિષયક પ્રથમ માધ્યસ્થ છે. (આ વ્યવહારનયનું માધ્યચ્યું છે. નિશ્ચયનયનાં માધ્યનું વર્ણન “સર્વવિષયક માધ્યમાં કરવામાં આવશે.) મિથ્યાદર્શન : અતત્ત્વને તત્ત્વ માનવું અને તત્ત્વને અતત્વ માનવું, હેયને ઉપાદય માનવું અને ઉપાદેયને હેય માનવું, વગેરે. +ગ્રહણ વસ્તુને બાધ. ધારણ = તે બેધનું ટકી રહેવું. Page #95 -------------------------------------------------------------------------- ________________ અહીં એ લક્ષ્યમાં રાખવું જોઈએ કે જે ઢાષાને પ્રતીકાર (દ્વીકરણ) સ ંભવિત છે, તે દાષા તરફ ઉપેક્ષા એ માધ્યસ્થ્ય નથી, પણ જે દાષાનુ' દ્રીકરણ અસ’ભવિત છે, તેમની ઉપેક્ષા તે માધ્યસ્થ્ય છે. વિશ્વમાં કેટલાક પાપાત્માએ શિકાર વગેરે મહાહિંસા કરીને આનંદ માની રહ્યા છે, કેટલાક અસત્ય ખેલીને બીજાને છેતરવામાં પેાતાની બુદ્ધિના ઉપયેગ કરી રહ્યા છે, કેટલાકને ચારી કરીને ધન મેળવવામાં મજા પડે છે, કેટલાક પ્રામાણિકતાને માજુએ મૂકીને ધન-ધાન્ય વગેરે ભેગું કરવામાં પડયા છે, કેટલાક પરસ્ત્રીગમન જેવા મહાપાપ આદરી રહ્યા છે અને કેટલાક ધાદિ અનેક પાપામાં પેાતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. પાપીઓનાં આવાં પાપાચરણ જોઇને ધર્મમાર્ગની પ્રાથમિક અવસ્થામાં રહેલા જીવાને ક્રાધ ઉત્પન્ન થાય છે. આ ક્રોધરૂપ ચિત્તમલથી થતા અપાચાને નિવારવા માટે પાપીવિષયક માધ્યસ્થ્ય એ પરમ ઉપાય છે. સ્વાથ હાય તા પણ ક્રોધ ન કરવા જોઈએ, તે પછી જ્યારે કોઈ પણ પ્રકારના સ્વાર્થ હણાતા ન હેાય, ત્યારે ક્રોધ કરવા શુ ઉચિત છે? કેટલાક માણસા ‘બીજાઓએ આમ ન કરવુ જોઇએ, આમ કરવું જોઇએ, અમુક આ પાપ કરે તે તેને આ સજા થવી જ જોઇએ,' વગેરે પ્રકારની ક્રોધની સૂક્ષ્મ વૃત્તિઓમાં અથડાતા હેાય છે, જાણે તેમના માથે આખી દુનિયાને સુધારવા માટેની જવાબદારી આવી પડી ન હાય ! ७० Page #96 -------------------------------------------------------------------------- ________________ આવી ચિત્તવૃત્તિઓની જાળમાં ફસાઈ ગયેલા જીવે વિચારવું જોઈએ કે, “શું મારી આ શેખચલ્લી જેવી વિચારણાઓથી જગત પાપથી પાછું ફરવાનું છે ? અનંતબક્ષી શ્રી તીર્થકર ભગવંતે પણ જગને પાપથી સર્વથા મુક્ત કરી શક્યા નથી તે તેમની તુલનામાં મારું શું ગજું છે ?” શ્રી જિનેશ્વર દે પણ બળાત્કારથી ધર્મ પ્રવર્તાવતા નથી, તો શું મારા જેવાએ ધર્મમાં તેમ કરવું શ્રેયસ્કર છે ?” આવી જાતની માધ્યચ્યાનુકૂલ વિચારણાથી ક્રોધાગ્નિ શમી જાય છે અને આત્માને પ્રશમની શીતલતા પ્રાપ્ત થાય છે. ઘણું ઉપદેશ પછી પણ કેઈ પાપથી ન અટકે તે આપણે આપણા ચિત્તરત્નને કલુષિત ન કરવું જોઈએ. કર્મવિપાક વગેરેનું ચિંતન (જેનું સામાન્ય સ્વરૂપ આગળ બતાવવામાં આવ્યું છે) કરીને આત્માને મધ્યસ્થ બનાવ જોઈએ. “કર્મ જ્યારે વિવર આપશે, ત્યારે તે આત્મા પોતાની મેળે જ હિતનું સમાચરણ કરશે, વગેરે વિચારીને મૌન ધારણ કરવું જોઈએ. જે વ્યક્તિ પ્રત્યે માધ્યચ્યભાવના ધારણ કરવામાં આવે છે, તે વ્યક્તિ પાપમાં વધારે આગ્રહી બનતી નથી. જૈન શાસ્ત્રો મુજબ કર્મ સત્ છે, સૂક્ષ્મ છે અને મૂર્ત છે. તે જીવ સ્વરૂપને (જ્ઞાનાદિ ગુણોને) આવરે છે. કર્મનાં આવરણો ગાઢ હોય ત્યારે અહિતમાં પ્રવૃત્તિ થાય છે. એ આવરણે જ્યારે શિથિલ બને છે જ્યારે લઘુકમિતા આવે છે, ત્યારે આત્મા હિતમાં પ્રવર્તે છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ તેના તરફ જે તિરસ્કાર વગેરે બતાવવામાં આવે, તે ભવિષ્યમાં તેને સુધારવાની તક આપણે ખોઈ નાખીએ છીએ. તિરસ્કારાદિથી તે આપણા પ્રત્યે દ્વેષને ધારણ કરે છે. કઈ કઈ પ્રસંગમાં તે આ શ્રેષ અતિ તીવ્ર વૈરમાં પણ પરિણમે છે. માધ્યચ્યથી આપણા પ્રત્યેને તેને પૂજ્યભાવ ટકી રહે છે, અને તે કારણે ભવિષ્યમાં તેને સુધારવાની તક આપણા હાથમાં રહે છે. - (૨) અહિતવિષયક માધ્યચ્ય –આ માધ્ય કરુણામાંથી ઉત્પન્ન થાય છે, જેમકે અપચ્યસેવન કરતા રેગીનું અનિવારણ. અહિં માધ્યને વિષય અપગ્યસેવનરૂપ અહિત છે; અપગ્યસેવનથી રોગીનું નિવારણ કરી શકાય તેમ નથી, કારણ કે તે કોઈનું સાંભળવા જ તૈયાર નથી; પ્રસ્તુતમાં મૌનનું સેવન તે માધ્યચ્ય છે. " (૩) અકાલવિષયક માધ્યચ્ય –આ માધ્યચ્ય ભવિષ્યની વિચારણામાંથી જન્મે છે. વર્તમાનમાં કઈ ખરાબ કામથી નિવૃત્ત ન થતું હોય તે તે કટુ પરિણામ ભેગવ્યા પછી ભવિષ્યમાં તે કામ છોડી દેશે.” વગેરે વિચારી મૌન ધારણ કરવું તે અકાલવિષયક છે. પ્રસ્તુતમાં વર્તન માનકાળ એ તેને સુધારવા માટે અકાળ છે. ઉપર્યુક્ત ત્રણ પ્રકારનાં માધ્યચ્ચ ક્યારેક પરસ્પર સંકળાયેલાં પણ હોય છે, અર્થાત્ એક પ્રકારમાં બીજા પ્રકારને સમાવેશ થઈ ગયેલ હોય છે. ૭૨ Page #98 -------------------------------------------------------------------------- ________________ . (૪) અપમાનવિષયક માધ્યચ્ચ –ઘણા જીવોને પિતાનું અપમાન સહન થતું નથી. અપમાન કરનાર પ્રત્યે તેમનું મન કુદ્ધ બને છે અને વૈર વાળવાની ઈચ્છા પ્રબળ બને છે. અપમાનની સામે આપણે આપણા ચિત્તમાં ક્રોધરૂપ અગ્નિને શા માટે સળગવવું જોઈએ ? પ્રસ્તુતમાં તે પિતાના કર્મનું ફળ ભેગવશે, વગેરે વિચારી મધ્યસ્થ રહેવું જોઈએ. આવું માગ્યુ તે અપમાન વિષયક માથથ્ય છે. તેનાથી અમર્ષ વૈરની ઈચ્છા) રૂપ ચિત્તમલ નાશ પામે છે. (૫) સાંસારિક સુખવિષયક માધ્યચ્ય–ભવ સ્વરૂપના વિજ્ઞાનથી અને “સંસાર નિર્ગુણ છે એવા નિવેદજનક જ્ઞાનથી સાંસારિક સુખેની ઈચ્છાને વિચ્છેદ કરનારૂં એવું સાંસારિક સુખ વિષયક માધ્યચ્ચ ઉત્પન્ન થાય છે. વિવેકી પુરુષ માટે પ્રત્યેક સાંસારિક વસ્તુ દુઃખરૂપ છે, કારણ કે ચારે ગતિમાં એવું એક પણ સ્થાન નથી કે જ્યાં દુઃખ ન હોય. સાંસારિક સુખ એ તત્ત્વતઃ સુખ નથી, કિન્તુ સુખાભાસ છે, અર્થાત્ દુઃખ છે, કારણ કે તે મધુલિત ખગ્નધારાને ચાટવા જેવું દુઃખાનુષંગી છે. બહુતર દુઃખથી અનુવિદ્ધ એવું તે સુખ એ દુઃખ જ છે. દેવલોકાદિમાં મળતું સુખ એ દુઃખને પ્રતીકાર માત્ર છે. જીવને આ સંસારમાં જે કઈ સુખ લાગે છે તે કેવળ ભવ ઉપરના અયોગ્ય બહુમાન [ભવાભિનંદિતા] ને લઈને જ છે. પરમાર્થથી તે સુખ જ નથી, કારણ કે તે કર્મજન્ય છે અને કર્મ એ દુઃખને જ હેતુ છે. 03 Page #99 -------------------------------------------------------------------------- ________________ “સંસાર દુઃખમય છે એવી ભાવનાથી પ્રથમ વૈરાગ્યને (વૈષયિક સુખ ઉપરના શ્રેષને) દઢ કર જોઈએ. આ શ્રેષ એ પ્રશસ્ત મનેભાવ હોવાથી પુણ્યાનુબંધિ પુણ્યને ઉપાર્જન કરાવનારે છે. આ પ્રશસ્ત મનેભાવ પિતાની મેળે જ દૂર થઈ જાય છે અને પછી સુખ ઉપર માધ્યચ્ચ (રાગ કે શ્રેષને અભાવ) ઉત્પન્ન થાય છે. “ સુરમ્' એ ભાવના સમ્યગ્દર્શનને પિદા કરનારી છે, અર્થાત્ સુખવિષયક માધ્યચ્યમાંથી સમ્યગ્દર્શન નિષ્પન્ન થાય છે. (૬) દુઃખવિષયક માધ્ય–આવી જ રીતે દુઃખમાં પણ માધ્યચ્ચ કેળવવું જોઈએ. પ્રથમ દુઃખ ઉપર રાગ (અનુકૂલતાની બુદ્ધિ, “કર્મનિર્જરા વગેરેનું કારણ છે એમ માનીને) કેળવવું જોઈએ. આ રાગ, એ પ્રશસ્ત મને ભાવ હેવાથી, દુઃખવિષયક માધ્યચ્ચને (દુઃખ ઉપર રાગ કે દ્વેષને અભાવ) ઉત્પન્ન કરીને, સ્વયમેવ નાશ પામે છે. જો કે સુખવિષયક કે દુખવિષયક માધ્યચ્ચ તત્વ જ્ઞાન વિના ન સંભવે, તેથી તેને તત્ત્વજ્ઞાનજન્ય સર્વવિષયક માધ્યચ્યમાં (જેનું વર્ણન આગળ કરવાનું છે) લેવું જોઈએ; છતાં આ બે પ્રકારો અતિ ઉપયોગી હેવાથી સર્વવિષયક માધ્યચ્યથી પૃથફ પાડ્યા છે. સુખ કે દુઃખ વિષયક માધ્ય શ્રી તીર્થકર ભગ S૪ Page #100 -------------------------------------------------------------------------- ________________ વંતેના જીવનમાં પરાકાષ્ઠાને પામેલું દેખાય છે. શ્રી શાંતિનાથ ભગવાનના જીવનમાં જે ચક્રવર્તિપણાને ભેગ દેખાય છે (અર્થાત કે જેને રતિ કહે છે) તે તત્ત્વતઃ વૈરાગ્ય જ છે. એ વિરાગ્ય એ સામાન્ય કોટિનું નથી પણ સુખવિષયક પરમ માધ્ય છે. આ જાતિના માધ્યચ્યમાં સર્વ સાંસારિક ઈચ્છાઓને વિચછેદ થઈ ગયેલ હોય છે, અને પ્રવૃત્તિ કેવળ કર્મના ઉદયના કારણે જ હોય છે. આ સ્થિતિને પામેલા મધ્યસ્થ મહાત્માઓની રતિ કેવળ શુભવેદનીય કર્મના ઉદયથી જ હોય છે. આ માધ્યને સમાવેશ “યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રન્થમાં “કાન્તા' નામની દૃષ્ટિમાં કરવામાં આવ્યું છે. ત્યાં કહેવામાં આવ્યું છે કે અહિં ભેગને ભેગવતી વખતે પણ આત્મશુદ્ધિને પ્રક્ષય (કર્મબંધ) થતો નથી, ઉપરાંત શુદ્ધિની વૃદ્ધિ (કર્મનિરા) થાય છે. જેમ મૃગજળને મૃગજળ તરીકે જાણનાર, કેઈ પણ આપત્તિ કે ઉદ્વેગ વિના, તેમાંથી પસાર થઈ જાય છે, જૈન દર્શન ૨૪ તીર્થકરે માને છે, તેમાંનાં ૧૬મા તીર્થંકર. + આ પ્રવૃત્તિને અન્ય દર્શનકારે “ગમાયા' કહે છે. - ઉદય=પૂર્વે ઉપાર્જન કરેલા કર્મના ફળને અનુભવ(વિપાક) * સુખ કે દુઃખને અનુભવ કરાવનાર કર્મને જૈન શાસ્ત્ર અનુક્રમે શુભ (શાતા) વેદનીય કર્મ, અને અશુભ (અશાતા) વેદનીય કર્મ કહે છે. A કર્મનિર્જરા= આત્મા સાથે સંબદ્ધ થયેલા કર્માણુઓનું આત્માથી પૃથક્ થવું. Page #101 -------------------------------------------------------------------------- ________________ તેમ લાગે।ને સ્વરૂપથી મૃગજળ જેવા જોતા અને અનાસક્ત રીતે ભાગવતા એવા ચાગી પરમ પદને પામે છે. અહિં રહેલા આત્માની ધર્મશક્તિ પ્રબળ દાવાનળ જેવી હાય છે, તેને ભાગસયાગરૂપ સામાન્યવાયુ શી રીતે એલવી શકે ? આ અવસ્થામાં વિષયપ્રવૃત્તિમાં સંકલ્પ અને વિષયનિવૃત્તિમાં શ્રમ પણ હેાતા. નથી ઇન્દ્રિયાના વિકારી સ્વભાવના અહિં વિલય થઈ જાય છે. આવું પ્રકૃષ્ટ માસ્થ્ય શ્રી તીથ કર ભગવતાને ગર્ભાવસ્થાથીજ હાય છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં રહેલા એકાવતારી મહાત્માઆ આ વિશ્વના સર્વશ્રેષ્ઠ વૈષયિક સુખમાં સ્વાભાવિક મધ્યસ્થતાને ધારણ કરીને પેાતાના જીવનને ધન્ય અનાવે છે. જૈન શાસન ધન્ના, શાલિભદ્ર, પૃથ્વીચંદ્ર, ગુણસાગર, વગેરે સુખવિષયમાધ્યસ્થ્યના અનેક દૃષ્ટાંતાથી શે।ભી રહ્યું છે. દુઃખ વિષયક માધ્યસ્થ્યની સાક્ષાત મૂર્તિ શ્રમણ્ * જિનાકત લેકસ્વરુપ મુજબ લેાકના સર્વોપરિ ભાગ ઉપર સિદ્ધશિલા (મુક્ત જીવોનું અધિષ્ઠાન) છે. તેના નીચે પાંચ વિશાળ દેવ વિમાના છે. તેમને અનુત્તર દેવિમાના કહેવામાં આવે છે. ત્યાં સર્વ શ્રેષ્ઠ દેવતાઈ સુખ હોય છે . આ પાંચ વિમાનમાંના વચલા વિમાનનું નામ સર્વાં་સિદ્ધવિમાન' છે. આ વિમાનમાંના દેવાને ફકત એક મનુષ્યના ભવ કરવા પડે છે, પછી તેએ મેાક્ષને પામે છે. +આ મહાપુરુષનાં જીવન ચરિત્રો મનનીય છે. ૭૬ Page #102 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી મહાવીર દેવ છે. *કાલચક્રપાત જેવી ઘેારાતિઘાર પીડાઓમાં પણ કેવું અદ્ભુત માધ્યસ્થ્ય !×ગજસુકુમાલ, ખંધકમુનિ, ખંધક મુનિના ૫૦૦ શિષ્યા વગેરે અનેક મહાત્માએએ દુ:ખવિષયક ૫રમમાધ્યસ્થ્યથી આ શાસનને ઉજ્જવળ બનાવ્યું છે. અહિં એટલું અવશ્ય સમજી લેવું જોઇએ કે સુખવિષયક પ્રકૃષ્ટ માધ્યસ્થ્ય અત્યંત દુર્લભ છે. ચેગાષ્ટિ સમુચ્ચય’ વગેરેમાં કહેલી પ્રથમ છ દૃષ્ટિએમાંથી પસાર થય ઊંધા પછી તે આવે છે. કેટલાક બાળજીવા પોતાની ચેાગ્યતાના શાસ્રષ્ટિએ વિચાર કર્યો વિના આવું માધ્યસ્થ્ય મને પ્રાપ્ત થઈ ગયું છે,’ એમ માની બેસે છે. આ તેમને ભ્રમ છે. આ ભ્રમ તેમને અધસ્તન ભૂમિકા તરફ લઈ જાય છે. આવા ભ્રમથી બચવું, એ પ્રત્યેક સાધકનું કર્તવ્ય છે. (૭) ગુવિષયક માધ્યસ્થ્યઃ-સુખ વિષયક માધ્યસ્થ્યના પુનઃ પુન: અભ્યાસથી ગુણવિષયક માધ્યસ્થ્ય ઉત્પન્ન થાય છે. ગુણ એટલે ‘સંયમ અને તપથી ઉત્પન્ન થતી *કાલચક્ર=દેવતાઈ શસ્ત્ર, જેનું વજન હારેા મણુ ઢાય છે. ×ગજસુકુમાલ= ધ્યાનસ્થ એવા આ મહામુનિના મસ્તક પર ધખધખતી. સઘડી મૂકવામાં આવી હતી. સમભાવપૂર્ણાંક પીડાને સહન કરી તેએા નિર્વાણુ પામ્યા. ખધકમુનિ=એમના શરીરની ચામડી ઉતારવામાં આવી હતી. ૫૦૦ શિષ્યા=દુષ્ટ રાજમ'ત્રીએ એમને ઘાણીમાં પીલ્યા હતા. 65 Page #103 -------------------------------------------------------------------------- ________________ આકાશ ગામિની વિગેરે જલબ્ધિઓ.” જેમ ઘઉં વગેરે ધાન્યને ઈચ્છનાર અને તે ઈચ્છાની પરિપૂર્તિ માટે ઘઉં વગેરેને વાવનાર પુરુષને ઘઉં તે મળે જ છે અને સાથે સાથે ઘાસ વગેરે પણ મળે છે, તેમ મોક્ષ માટે સાધના કરનારને મેક્ષ તો મળે જ છે અને તે પૂર્વે અનેક લબ્ધિઓ તેના આત્મામાં ઉત્પન્ન થાય છે. જેમ વાવનારને ઘાસની પ્રાપ્તિમાં તેના તુચ્છત્વને ખ્યાલ હેવાથી ગર્વ થતો નથી, તેમ ગુણવિષયક માથથ્ય ધારણ કરનાર મેક્ષાથી મહામુનિને તે લબ્ધિઓ અહંકાર માટે થતી નથી. તે મહામુનિ વિચારે છે કે, “આ લબ્ધિઓ +ક્ષપશમભાવના ઘરની છે, અને ક્ષપશમભાવ એ તો આત્માની અપૂર્ણતા છે. આત્માની અપૂર્ણતામાં વળી આનંદ માનવાનો હોય !” (૮) મોક્ષવિષયક માધ્યચ્ચ –ગુણવિષયક માથથ્ય પછી મોક્ષવિષયક માધ્યચ્ય ઉત્પન્ન થાય છે. આ દિશામાં “ગવિશિકા વગેરે ગ્રંથમાં વર્ણવેલા અસંગ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. આ અવસ્થામાં મોક્ષ પ્રત્યેને તેને રાગ પણ વિલીન થઈ જાય છે. અહીં ભવ અને શિવ * લબ્ધિ યોગવિભૂતિ +ક્ષયોપશમભાવ–જીવની શક્તિઓને આંશિક (અસંપૂર્ણ આવિર્ભાવ. ગવિંશિકામાં ભક્તિ, પ્રીતિ, વચન અને અસંગ એ ચાર પ્રકારનાં યોગાનુષ્ઠાન બતાવવામાં આવ્યા છે. વિશેષ સ્વરૂપ તે ગ્રંથથી જાણવું. Page #104 -------------------------------------------------------------------------- ________________ (મોક્ષ) બંને સમાન લાગે છે. અહીં આત્મા સહજાનંદરૂપ અમૃતના મહાસાગરમાં મગ્ન બને છે. (૯) સર્વવિષયક માધ્યશ્ચ નિશ્ચયનયના મતે શુભ કે અશુભરૂપે પરિણમેલા સર્વ જીવો અને સર્વ પુદ્ગલમાં રાગ દ્વેષરહિત પરિણતિ તે સર્વવિષયક માધ્યચ્ય ભાવના છે. આ જ ભાવમાધ્ય છે. આ શ્રેષ્ઠ માધ્ય શ્ય શ્રી કેવલિભગવતેને હોય છે. શ્રી કેવલિભગવતેએ બતાવેલા તનું અનેકાંત દષ્ટિએ ચિંતન કરનાર મહાત્માઓને પણ આ માધ્યચ્ચ સ્વયમેવ વરે છે. આ માથ નાં ભાજન તેઓ જ બની શકે છે કે જેઓ સ્વ અને પર આગમન પારને પામેલા છે અને જેમની બુદ્ધિ નાના રહસ્ય જ્ઞાનથી સૂક્ષમાતિસૂક્ષમ બની ગઈ છે. આ માથ્યને ધારણ કરનારા મહામુનિઓ સર્વ વિચારે અને સર્વ વચને પ્રત્યે મધ્યસ્થ હોય છે. આ માધ્યથ્યને અર્થ સર્વનયાવગાહિ (સર્વનયસાપેક્ષ) આત્મપરિણામ (આત્મ-અધ્યવસાય) એમ કરી શકાય. પ્રત્યેક વિચાર એ એક નય (વસ્તુને જાણવાનું સાધન) છે. વિચારે અનંતાનંત છે, માટે ન પણ અનંતાનંત છે. બાળ જીવન ઉપકારમાટે બુદ્ધિનિધાન શ્રી ગણધરભગવતેએ તે નાની સાત સ્થૂલ વિભાગમાં વહેંચણી કરી છે. પૂર્વે આ નયજ્ઞાનને વિસ્તાર ખૂબ જ મોટો હતો; તેને ધારણ કરનારા *કેવલી=સર્વજ્ઞ. ગણધર ભગવંત =જિનવાણીને સૂત્રિત કરે છે. SC Page #105 -------------------------------------------------------------------------- ________________ પૂર્વવિદ્ આચાર્યાં હતા; આજે તે જ્ઞાન પરિમિત છે; જેટલુ જ્ઞાન રહ્યુ છે, તેના અવગાહનથી જેએ શ્રી જિન શાસનનાં રહસ્યાને પામ્યા છે, એવા પુરુષા અત્યંત અલ્પ સંખ્યામાં છે. આ માધ્યસ્થ્યના એક પણ હિંદુના આસ્વાદથી જીવન ધન્ય બની જાય છે, આ મહામાધ્યસ્થ્ય અનેકાંતન એવા ગુરુની નિશ્રામાં સિદ્ધ થઇ શકે તેમ છે. અનેકાંતવાદ શું છે ? ના શું છે ? ભગા શું છે ?', વગેરેને સમજાવવાનું આ સ્થાન નથી. જિજ્ઞાસુએ તે માટે યેાગ્ય ગુરૂનું અવલંબન લેવું જોઈ એ. પ્રસ્તુતમાં તે તે માધ્યસ્થ્યનુ જ થાડું વર્ણન કરીશું. આ મહામાધ્યસ્થ્ય વિના વસ્તુતત્ત્વના યથાર્થ સ્વરૂપના નિશ્ચય સભવતા જ નથી. આ મહામધ્યસ્થ્ય ઉત્સર્ગ અને અપવાદ, નિશ્ચય અને વ્યવહાર, વિધિ અને નિષેધ, જ્ઞાન અને ક્રિયા, વગેરે સર્વ જોડકાંઓમાં સાપેક્ષતાને ધારણ કરે છે. તે આગમિક પદાર્થોના આજ્ઞાના +આધારે અને યુક્તિગમ્ય પદાર્થના યુક્તિથી નિર્ણય કરે છે. તે અન્ય દર્શનના સર્વ પદાર્થોના સ્વદર્શનમાં સમવતાર કરી શકે છે. જેમ ‘પરા’ સંખ્યામાં શત’ સંખ્યા આવી જ જાય છે, તેમ જૈન આગમાક્ત પદાર્થોમાં અન્ય આગમાક્ત પદાર્થોં સમાઈ જ જાય છે. *ઉત્સ= નિયમેા= ધાર્મિક કાનૂના + આસા = જિનવચન. : યુક્તિ ત. = ૮૦ Page #106 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધદર્શનેક્ત સર્વ પદાર્થોને ન્યાય આપવા માટે શ્રી જિનાગમને એકલે ઋજુસૂત્રનય બસ છે; સંગ્રહનયરૂપ મહાનદીમાં વેદાંતમત અને સાંખ્યમતરૂપ નાની નદીઓ સમાઈ જાય છે, ન્યાયદર્શન અને વૈશેષિકદર્શનને નિગમ નય સંગ્રહી લે છે અને શબ્દબ્રહ્મને માનનારી વૈયાકરણ દષ્ટિ શબ્દનયનું જ એક અંગ છે. આ મહામાધ્યચ્ચને ધારણ કરનારા મહામુનિને મહાન્યાયાધીશ કે મહાપિતાની ઉપમા આપી શકાય. જેમ ન્યાયાધીશ કેઈને પણ પક્ષપાત કર્યા વિના ન્યાયપૂર્વક વર્તે છે, તેમ આ મહાન્યાયાધીશ ભિન્ન ભિન્ન નયરૂપ વાદી પ્રતિવાદીઓ તરફ પક્ષપાતરહિત, સર્વને હિતકર અને સ્યાદવાદરૂપ અમૃતથી આદ્ર એવી ન્યાયદષ્ટિને ધારણ કરે છે. જેમ પિતા પિતાના સર્વ પુત્રોને પ્રેમદષ્ટિથી નિહાળે છે, તેમ જ આ મહાપિતા સર્વ ને પ્રત્યે વાત્સલ્યને ધારણ કરે છે. તે પિતાના નયપુત્રોને કહે છે, “તમે બધા પિતપોતાના અર્થમાં સત્ય છે, “હું જ સાચે, તમે બધા ખોટા”, એમ તમે તમારા બીજા ભાઈઓને ન *नयेषु स्वार्थसत्येषु मोघेषु परचालने । समशीलं मनो यस्य स मध्यस्थो महामुनिः ॥ [જ્ઞાનસાર અષ્ટક, ૧૬. ૩.] પિતાના અભિપ્રાયે સાચા અને બીજા નયની યુક્તિની અપેક્ષાએ નિષ્ફળ એવા નયોમાં જેનું મન સમભાવને ધારણ કરે છે, તે મહામુનિ મધ્યસ્થ છે. [૮રમાં પાના પર જુઓ. Page #107 -------------------------------------------------------------------------- ________________ કહેા. તેમ કહેવામાં તમારી સત્યતાના જ નાશ થાય છે.” આ મહાપિતા ખરેખર મહાન છે. તેની સામે એકાંતવાદની +પ્રરૂપણારૂપ કાંકરીઓ ફેંકનારા કુશાસ્ત્રપ્રણેતાએ પ્રત્યે પણ તે નિઃસીમ કારુણ્યને ધારણ કરે છે. તેની મહામાધ્યસ્થ્યમયી દૃષ્ટિ તે કાંકરાઓને અલંકારામાં ફેરવી નાખે છે. (અર્થાત્ મહામધ્યસ્થમાટે કુશાસ્ત્રો પણ સુશાસ્ત્રો બની જાય છેઃ સમ્યગ્દર્શોનરૂપ કતકચૂર્ણ કુશાસ્રજલમાં રહેલા મલેાને દૂર કરી તેને નિર્મલ બનાવે છે.) તે મહામધ્યસ્થના પ્રત્યેક વિચાર અનેકાંતભાવના (સર્વત્ર અનેકાંતનું ચિતન) રૂપ મહાઅમૃતથી અતિપવિત્ર બનેલા હાય છે. કયા પ્રસ ંગે કઇ દૃષ્ટિને (કયા નયને) આગળ કરવામાં સ્વ અને પરતું હિત છે, એનું તેને સતત લક્ષ્ય હાય છે. તેનાં વચના હૃદયમાં રહેલા મહામાધ્યસ્થ્યના કારણે સાગર કરતાં પણ ગંભીર અને ચંદ્રમા કરતાં પણ સૌમ્ય લાગે છે. વિશ્વમાં રહેલા સર્વે કલહેાનું સમાધાન તેના અંતઃકરણમાં [૮૧ મા પાના પરથી “नियनियवयणिज्जसच्चा सव्वणया परवियालणे मोहा । ते पुण अदिट्ठसमयो विभयइ सच्चे व अलिए वा ॥ " [સમતિતર્ક, કાં. ૧. ગા. ૨૮.] સવ નયેા પાતપેાતાના વક્તવ્યમાં સાચા છે; પણુ ખીજા નયના વક્તવ્યનુ નિરાકરણ કરવામાં ખાટા છે. અનેકાન્ત સિદ્ધાન્તના જ્ઞાતા તે નયાના ‘આ સાચા છે અને આ ખાટાછે,' એવા વિભાગ કરતા નથી. + એકાંતવાદ=કાઇ એક નયના જ આગ્રહ. ૮૧ Page #108 -------------------------------------------------------------------------- ________________ રહેલું હોય છે. આ મહામધ્યસ્થની પાસે જતાંજ ચિત્તની સર્વ અશાંતિ શમી જાય છે, મન એક અવર્ણનીય તેષને અનુભવે છે અને સર્વ આંતરિક પ્રશ્નોનું તરત નિરાકરણ થઈ જાય છે. વસ્તુઓમાં પ્રિયત્ન અને અપ્રિયત્વની વ્યાવહારિક કલ્પનાને તે મહામધ્યસ્થ દેશવટો આપે છે. “મનોજ્ઞ કે અમનેશ જીવાજીવાદિ વસ્તુઓ પરમાર્થથી રાગ કે દ્વેષની ઉત્પાદક નથી, કિન્તુ મેહનીય કર્મને ઉદય જ તેને ઉત્પાદક છે. અપરાધ વસ્તુઓને નથી કિન્તુ મોહનીય કર્મને છે, કારણકે વસ્તુઓ તો પોતપોતાના સ્વભાવમાં વ્યવસ્થિત છે. એક જ વસ્તુ તરફ આત્માને એક વખત રાગ થાય છે, જ્યારે બીજી વખત તે જ વસ્તુ પ્રત્યે દ્વેષ થાય છે. એક વ્યક્તિને અમુક વસ્તુ અમુક અપેક્ષાએ રાગનું કારણ થાય છે, જ્યારે બીજી વ્યક્તિને તેજ વસ્તુ અન્ય અપેક્ષાએ શ્રેષનું નિમિત્ત બને છે. આવી રીતે પ્રિયત્વ કે અપ્રિયત્વ અપારમાર્થિક * “પોડશક ૧૩, ભા. ૧૦ ની ટીકામાં “ત્તરવહાર કક્ષાનું વર્ણન કરતાં આચાર્યશ્રી યશોભદ્રસૂરિ મહારાજ લખે છે કે – __तत्त्वं परमार्थः, तद्भावः, तत्त्वमिति वस्तुस्वभावो वा, तत्सारा। मनोज्ञाऽमनोज्ञानां वस्तूनां जीवाजीवात्मकानां परमार्थतो रागद्वेखानुत्पादकत्वेन स्वापराधमेव मोहादिकर्मविकारसमुत्थं भावयतः तेषां स्वरूपवृत्तिव्यवस्थितानां अपराधमपश्यतः सुखदुःखादिहेतुत्वानाश्रयणान् माध्यस्थ्यमवलंबमानस्य तत्त्वसारोपेक्षा निर्वेदाभावेऽपि भवतीति । Page #109 -------------------------------------------------------------------------- ________________ છે,” વગેરે નિશ્ચયનયાભિપ્રેત ભાવનાથી તે મહામધ્યસ્થ સર્વદા સમ રહે છે. આવું સમત્વ જ જ્ઞાનગ છે. તે મહામધ્યસ્થને પિતાનાં સર્વ કાર્યોની સિદ્ધિ કે અસિદ્ધિ પિતાના આત્મામાં જ દેખાય છે. “મારી સિદ્ધિને હેતુ મારા આત્મામાં રહેલી શુદ્ધિ છે અને અસિદ્ધિને હેતુ મારા આત્મામાં રહેલી અશુદ્ધિ છે. મારે આત્મા જ મારા ઈષ્ટ કે અનિષ્ટને હેતુ છે. આપત્તિમાં મારે મારી આત્મશુદ્ધિ સાધના દ્વારા વધારવી જોઈએ, એ શુદ્ધિજ મારી આપત્તિ નિવારી શકે તેમ છે.” વગેરે નૈશ્ચિયિક ભાવનાઓ તેના ચિત્તમાં અતિ દઢ થયેલી હોય છે, બાહ્ય વસ્તુઓ તરફ લઈ જનારા વિકલ્પને તેના મનમાં સ્થાન જ હતું નથી.લોકેથી મળતાં નમન, વંદન, સ્તુતિ, પ્રશંસા, નિંદા, વગેરે રૂ૫ તીવ્ર બાણે માધ્યચ્યભાવનારૂપ મહાકવચને ધારણ કરનાર તે મહામધ્યસ્થ મુનિના મર્મને વીંધી શકતા નથી. જેના હૃદયમાં માધ્યચ્ય નથી તેવા મુનિના ચારિત્રદેહને આ બાણે છિન્નભિન્ન કરી નાખે છે. મધ્ય એટલે આત્મા. જેમ વર્તુળને મધ્યબિંદુ હેય *वंदिज्जमाणा न समुक्कसंति, हेलिज्जमाणा न समुज्जलंति । दंतेण चित्तेण चरंति धीरा, भुणी समुग्धाइयरागदोसा ।। [આવશ્યક નિર્યુક્તિ] કઈ વંદન કરે તો તે મહામુનિએ પિતાને ઉત્કર્ષ માનતા નથી અને કેઈ નિન્દા કરે છે તેઓ ગુસ્સે થતા નથી, પરંતુ વશ કરેલા મનવડે રાગદ્વેષને નાશ કરનારા ધીર મુનિએ સદા સંયમમાં રમે છે. M Page #110 -------------------------------------------------------------------------- ________________ છે, તેમ સર્વ પ્રવૃત્તિચકોનું કેદ્ર આત્મા છે. મધ્ય એવા આત્મામાં રહે તે મધ્યસ્થ. તાત્પર્ય એ છે કે તે મહામધ્યસ્થ સર્વદા સ્વરૂપમાં જ રમે છે. કર્તૃત્વ, ભકતૃત્વ, વગેરે ભાવેને ગૌણ કરીને આ મહામધ્યસ્થ પગલિક ભાને સાક્ષિમાત્ર રહે છે. દષ્ટ બનેલો તે કર્મોથી પાસે નથી. તે મહામધ્યસ્થનું માધ્યચ્ય એટલું બધું ઉચ્ચ બની ગયું હોય છે કે તેને સ્વદર્શન પ્રત્યે રાગ અને પરદર્શન પ્રત્યે દ્વેષ પણ હોતું નથી. તે કેવળ સત્યનું જ આશ્રચણ કરે છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય "न श्रद्धयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीर ! प्रभुमाश्रिताः स्मः ।। અિગવ્યવદ કાત્રિશિકા] હે વીર ! અમને કેવળ શ્રદ્ધાથી આપના ઉપર પક્ષપાત નથી, તેમ કેવળ દ્વેષથી અન્ય ઉપર અરુચિ નથી, પણ યથાર્થ આપ્તપણાની પરીક્ષાથી અમે સમર્થ એવા આપનું જ શરણ સ્વીકાર્યું છે. પરમમધ્યસ્થ શ્રી વીતરાગભગવંત સિવાય અન્ય દેવતાઓને માનનારા છ પ્રત્યે પણ ચારિસંજીવની ચાર ન્યાયથી તે મહામધ્યસ્થ પરમ હિતકારી એવી મધ્યસ્થ આ ન્યાયનું સ્વરૂપ ઉપા. શ્રી યશોવિજયજી કૃત ‘દ્વાન્નિશમ્ દ્વાáિશિકા” વગેરે ગ્રંથેથી જાણી લેવું. ૮૫ . Page #111 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિને ધારણ કરે છે. અન્ય દેવતાઓની પૂજામાં પણ તે શ્રી વીતરાગ ભગવંતની પૂજાની યોગ્યતાને જુએ છે. તેને સર્વ સદાચારે, કુલધર્મો, સારાં રીતરિવાજો, વગેરે જેને શ્રી વીતરાગભગવંત પ્રણીત ધર્મ પ્રત્યે લઈ જનારાં દેખાય છે. તે મહામધ્યસ્થ અનુષ્ઠાનનાં ફળ પ્રત્યે પણ મધ્યસ્થ હોય છે. તે નિષ્કામભાવે સદનુષ્ઠાનની સાધના કરે છે. તેના સર્વ અનુષ્ઠાનેમાં કર્મક્ષય કે આજ્ઞાપાલનનું ધ્યેય હોય છે. પરદર્શનેક્ત ઈશ્વરા૫ણ જેનદર્શનમાં આ રીતે ઘટાવી શકાયઃ કર્મક્ષયને ઉદ્દેશીને થતું અનુષ્ઠાન શ્રીસિદ્ધભગવંતરૂપ ઈશ્વરને અર્પણ થાય છે અને આજ્ઞાપાલન નિમિત્તે કરાયેલું અનુષ્ઠાન શ્રીઅરિહંત ભગવંતરૂપ પરમેAવરને અર્પણ થાય છે. ઈવાર્ષણ એટલે નિષ્કામભાવ. પ્રત્યેક અનુષ્ઠાનમાં તે મહામધ્યસ્થનાં ચિત્તરત્નમાં પરમ મધ્યસ્થ શ્રી તીર્થકર ભગવંતનું અધિષ્ઠાન (મરણાદિરૂપ) હોય છે અને તેથી તેને સર્વત્ર માધ્યથ્યની સિદ્ધિ થાય છે. વિચાર કરતાં જણાય છે કે શ્રી જિનપ્રવચન એ માધ્યય્યરસથી છલોછલ ભરેલું છે, કારણ કે તે પરમ મધ્યસ્થ એવા શ્રી જિનેવર દેવેનું સર્જન છે. શ્રી જિનપ્રવચનનું પ્રત્યેક અંગ સાધકને આ મહામા તરફ લઈ જવા માટે જાણે મથી રહ્યું ન હોય જેમ ન વગેરેનું ચિંતન માધ્યશ્મનું કારણ છે, * નિષ્કામભાવે ફળની આશંસા વિના. કાર્યના ફળની આશંસા એ જ સંસારવૃદ્ધિનું મૂળ કારણ છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ તેમ ક સાહિત્ય પણ મહામાધ્યસ્થ્ય તરફ પ્રયાણુ કરવા માટે ઉત્કૃષ્ટ સાધન છે. શ્રી શાસ્ત્રકાર મહર્ષિ આ કવિપાકનાં ચિંતન પર ખૂબ જ ભાર આપે છે. જન સિદ્ધાન્ત મુજબ કર્મ એ વેદાન્તાદિઅભિમત માયાની જેમ કાલ્પનિક ( અસત્) કે અનિર્વચનીય વસ્તુ નથી, કિન્તુ પરમા સત્ છે. જીવના શુદ્ધ સ્વરુપને તે કેવી રીતે આવરે છે, વગેરેનું વર્ણન ‘કપ્રકૃતિ' પ્રમુખ ગ્રંથાથી જાણી લેવુ જોઇએ. ‘જૈન સાહિત્યના કર્મ સાહિત્યની જોડ જગતમાં નથી”, વગેરે કહેવા માત્રથી તે સાહિત્યનું મૂલ્ય યથાર્થ સમજાતું નથી, કિન્તુ જ્યારે તેનાં ચિંતનથી ઉત્પન્ન થતા મહામાધ્યસ્થને જીવનમાં અનુભવાય છે, ત્યારે જ તેની અમૂલ્યતા સમજાય છે. કવિપાકચિ’તનથી જીવ મધ્યસ્થ અને છે. પેાતપેાતાના મેધ મુજબ જીવને નવું નવું ચિંતન પ્રાપ્ત થાય છે. સામાન્યતઃ આ રીતે ચિંતન કરી શકાયઃ— કોઇ પણ વ્યક્તિ સામે આવતાં જ પ્રથમ તેનું રૂપ આપણી દ્રષ્ટિએ પડે છે. તે રૂપનું મૂળ કારણુ કર્મના * स्वस्वकर्मकृतावेशाः स्वस्वकर्भभुजो नराः । न रागं नापि च द्वेषं मध्यस्थस्तेषु गच्छति ॥ [જ્ઞાનસાર અષ્ટક ૧૬૪. મનુષ્યેા પાતપેાતાના કને પરવશ અને પેાતપેાતાના કર્માંના ફળને ભાગવનારા છે, તે મનુષ્યા વિષે મધ્યસ્થ પુરુષ રાગ-દ્વેષને પ્રાપ્ત થતા નથી. 62 Page #113 -------------------------------------------------------------------------- ________________ અણુઓ છે. રૂપ જોતાંજ વિચારવું જોઈએ કે, “અહો અતિસૂક્ષ્મ એવા કર્મના અણુઓએ કેવું વિચિત્ર ઔદારિક રૂપ નિર્માણ કર્યું છે. જ્યાં રૂપાતીત એ જીવ અને ક્યાં આ સામે દેખાય છે તે વિચિત્ર પ્રકારની આંખે, નાક, દાઢી, મૂછ, હાથ, પગ, વગેરે અનેક ચિત્રવિચિત્ર અવયવોથી યુક્ત આ “માણસ” વગેરે નામથી ઓળખાતી આકૃતિ ! કમેં એને કેવી વિચિત્ર ચાલ આપી છે! કેવી કેવી વિચિત્ર પ્રવૃત્તિઓ તે આદરી રહ્યો છે! કઈ પિતાનું મોટું અરીસામાં જોઈ જોઈને રાજી થાય છે, તે કઈ પિતાનું કુરૂપ મુખ લોકેથી છુપાવે છે! કેઈને દેહ પર સારાં સારાં આભૂષણે અને વસ્ત્ર છે, તે કેઈના દેહ પર અતિ જીર્ણ અને મલિન એવું એકાદ વસ્ત્ર પણ પૂરું નથી !” ‘સર્વત્ર વિચિત્ર્યને જોતા તે મહામધ્યસ્થના અંતરમાં એક અદ્દભુત અલૌકિક એવા હાસ્ય રસને અનુભવ થાય છે. અનંત દર્શન, અનંત જ્ઞાન અને અનંત ચારિત્રના મહાસ્વામિને કયારેક રાસભાના રૂપમાં, તે કયારેક ઊંટના રૂપમાં, કયારેક કીડીના રૂપમાં તો કયારેક હાથીના રૂપમાં, અને કયારેક ચાંડાલના રૂપમાં, તે કયારેક બ્રાહ્મણના રૂપમાં જઈને તેને આધ્યાત્મિક વિસ્મય થાય છે. આ બધા ચિત્રમાં તે મહામધ્યસ્થને પાછું સામ્ય પણ દેખાય છે. સર્વ ચિત્રવિચિત્ર આકૃતિઓમાં જીવસ્વરૂપને નિહાળી નિહાળીને તે અપૂર્વ એવા આનંદને અનુભવે છે. સર્વ પગલિક આકૃતિઓમાં પરમાણુjજરૂપ સામ્યને જેનાર Page #114 -------------------------------------------------------------------------- ________________ તેના રાગ-દ્વેષ આગળી જાય છે. પુણ્ય અને પાપની મહાલીલાને અતાવતા આ વિશ્વરૂપ મહાનાટકના તે મહાપ્રેક્ષક બને છે. (અહિં સર્વ વિષયક માધ્યસ્થ્યનું વર્ણન પૂરુ થાય છે.) અનિત્યત્વાદિ ખાર ભાવનાઓ, જીવાટ્ઠિ નવ તત્ત્વા, સર્વ યમે, સર્વ નિયમા, સર્વ ક્રિયાઓ, સર્વ આગમા વગેરેનું લક્ષ્ય જીવને મધ્યસ્થ અનાવવાનું છે. શ્રી વીતરાગ ભગવંતની મૂર્તિ પણ માધ્યસ્થ્યની દ્યોતક છે. મૂર્તિની ચક્ષુના મધ્યમાં રહેલી સ્થિર કીકી શું મધ્યસ્થ નથી ? પદ્માસન કે કાર્યાત્સગ મુદ્રા પણ માધ્યસ્થ્યની જ સૂચક છે. ઉત્સંગમાં રામા નથી અર્થાત્ હૃદયમાં રાગ નથી, અને હાથમાં શસ્ર નથી અર્થાત હૃદયમાં દ્વેષ નથી. રાગ અને દ્વેષના અભાવ એ જ માધ્યસ્થ્ય, ચતુર્થાંશ પૂર્વના સાર શ્રી નવકાર મંત્ર પણ માધ્યસ્થ્યમય છે, કારણ કે તેમાં પરમમધ્યસ્થ એવા પરમેષ્ઠિને નમસ્કાર છે. આપણે પરમેષ્ઠિએનું સ્મરણ વગેરે કરીએ છીએ કારણ કે તેઓ પૂજ્ય છે. પૂજ્યતા માધ્યસ્થ્યવિના આવતી નથી. તાત્પર્ય એ છે કે પરમેષ્ઠિઓને પૂજ્યપદે સ્થાપન કરનારી માધ્યસ્થ્યભાવના છે. આ રીતે માધ્યસ્થ્યભાવના શ્રી નવકારના સાર મને છે, અને પરંપરાએ ચતુર્દશ પૂને પણ સાર અને છે. *અનિત્યત્વ, અશરણત્વ, વગેરે ભાવનાએાનું ‘શાંત સુધારસ’ નામક કાવ્યમાં સુંદર વર્ણન છે. ૮૯ । Page #115 -------------------------------------------------------------------------- ________________ અહિંસા એ માધ્યચ્યને જ એક પ્રકાર છે. હિંસા રૂપી પાપ સ્વાર્થ, વૈર, વગેરેનાં કારણે થાય છે. માંસભક્ષણ વગેરેમાં થતી હિંસાનું કારણ સ્વાર્થ છે; તે રાગરૂ૫ છે. વરનાં કારણે થતાં ખૂન વગેરે દ્વેષ રૂપ છે. આવી રીતે હિંસા રાગ અથવા Àષથી થાય છે, જ્યારે અહિંસામાં રાગ પણ નથી અને દ્વેષ પણ નથી, તેથી તે માથથ્યને જ એક પ્રકાર છે. અસત્ય વચનની પાછળ પણ સ્વાર્થ, ભય, વગેરે અનેક કારણે હોય છે, તે બધાને સમાવેશ રાગ અને દ્વેષમાં થઈ જાય છે. રાગ કે દ્વેષ હોય ત્યારે જ અસત્ય વચન બેલાય છે, સત્ય વચન વખતે તે બંનેને અભાવ હેવાથી સત્ય પણ માધ્યય્યનું જ એક અંગ છે. આવી રીતે સર્વ વ્રતમાં, સર્વ નિયમમાં યોગના સર્વ અંગમાં, યોગની સર્વ દષ્ટિએમાં, સર્વ આગમાં અને સર્વ અનુષ્ઠાનોમાં સર્વત્ર માધ્યચ્ચને જોતાં શીખવું જોઈએ, માધ્યચ્યભાવના તેથી અધિક અધિક દઢ બનતી જાય છે. માધ્યઐવિના શ્રેષ્ઠ પ્રકારનું જીવન સંભવતું જ નથી. જાણતાં કે અજાણતાં લગભગ બધા માણસે અનેક પ્રસંગમાં માધ્ધથ્યનું અવલંબન લે જ છે. જ્યારે આપણું સ્વાથ્યને બાધ ન કરે તે આહાર (જરૂરીઆત કરતાં અધિક પણ નહિ અને ન્યૂન પણ નહિ) આપણે લઈએ છીએ, ત્યારે શું એ મધ્યસ્થતા નથી? માનસિક, વાચિક કે કાયિક બળેનું જ્યાં જ્યાં યથાર્થ રીતે-સમત્વપૂર્વક નિયંજન છે, ત્યાં ત્યાં માધ્યચ્ચ છે, એમ સમજી લેવું જોઈએ. Page #116 -------------------------------------------------------------------------- ________________ “કમ ખાવ, ગમ ખાવ, વગેરે શબ્દપ્રયોગો વ્યવહારમાં ઘણી વાર જોવામાં આવે છે. “કમ ખાવ” એ આહારવિષયક માધ્ય છે. અહીં ઉપલક્ષણથી સર્વ વિષયોના ઉપગમાં માધ્ય લઈ શકાય. “ગમ ખાવ” એ કષાયવિષયક માધ્યને સૂચવે છે. - જ્યાં જ્યાં માયને ભંગ થાય છે, ત્યાં ત્યાં રોગ, શેક, કલેશ, ભય, વગેરે અનેક અનિષ્ટો આવીને ઊભાં રહે છે. જે આહારમાં મધ્યસ્થ નથી, અર્થાત જરૂરીઆત કરતાં અધિક અને ગૃદ્ધિપૂર્વક આહાર લે છે, તે અનેક રોગોને શિકાર બને છે. જ્યારે શક્તિ કરતાં અધિક બેલાય છે, ત્યારે કંઠ વગેરેના રોગ થાય છે. આ જગતમાં જે કાંઈ દુખે છે તે બધાં માધ્યચ્ચને ન જાળવવાથી ઉત્પન્ન થાય છે, વગેરે વિચારીને વિવેકી પુરુષે સદા મધ્યસ્થ બને છે. મધ્ય ભાવનાથી આપણું અને આપણા સંસ– ર્ગમાં આવનારા છાના શારીરિક, વાચિક અને માનસિક કલેશે નાશ પામે છે. આર્ત અને રૌદ્ર સ્થાનથી બચવા માટે માધ્યચ્યભાવના એ પ્રબળ સાધન છે. તે આપણને ધર્મધ્યાનમાં આગળ વધારે છે. માધ્યભાવનાના અભ્યાસથી આપણું વિચારો, વચન અને કાયિક પ્રવૃત્તિઓ ન્યાયમાગને ઉચિત બને છે. કોઈ પણ પ્રસંગને ઉચિત ન્યાય આપવા માટે આપણે સમર્થ બનીએ છીએ. અહંત્વ, મમત્વ, વગેરે સર્વ દુષ્ટભાવને માધ્યચ્ય આપણાથી દૂર Page #117 -------------------------------------------------------------------------- ________________ રાખે છે. રાગ અને દ્વેષ મધ્યસ્થથી ડરે છે. સુખ, દુઃખ, વગેરે મધ્યસ્થને હેરાન કરી શકતા નથી. માધ્યચ્ય ભાવનાથી પાપનો ક્ષય થાય છે અને સત્વ, શીલ તથા પ્રજ્ઞામાં વૃદ્ધિ થાય છે. મધ્યસ્થ સર્વને પ્રિય અને પૂજ્ય બને છે. માધ્ય ભાવના એ કર્મનિર્જર માટેનું અમોઘ શસ્ત્ર છે. જિનપ્રવચન માગ્યુચ્યમય (અનેકાંતમય) હોવાથી, જેમ જેમ આપણે માધ્યચ્યભાવનામાં આગળ વધીએ છીએ, તેમ તેમ તે પ્રવચનનાં રહસ્ય આપણા માટે ખુલ્લાં થાય જાય છે. મ ને વિષયજય, સમ્યક્ત્વ, ક્ષાંતિ, માદવ, આર્જવ, સતિષ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપજુગુપ્સા, નિર્મલબેધ, જનપ્રિયત્વ, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિય, મિત્રી, પ્રમેહ, કરુણા, વગેરે સર્વ ગુણે સ્વયમેવ વરે છે. જિનપૂજા વગેરે દ્રવ્યસ્તવમાં થતી હિંસાને પણ અપેક્ષાએ અહિંસા કહેનાર અને મહાનિર્ટુનની અહિં. સાને પણ અપેક્ષાએ હિંસા તરીકે ઓળખાવનાર મહામધ્યસ્થ એવું જિનપ્રવચન અતિ ગંભીર છે. અતિગહન એવા જિનપ્રવચનમાં પણ માયથ્યને (અનેકાંતવાદ વગેરેન) વિષય અતિ ગૂઢ છે. સર્વભવ્ય જીવ જિનવચમાં રહેલા ગૂઢતમ માથથ્યને પામીને પરમમધ્યસ્થ (અરિ. હંત, સિદ્ધ, વગેરે) બને, એ જ શુભેચ્છા. * જિનેકત તને અપલાપ કરનાર. Page #118 -------------------------------------------------------------------------- ________________ अदृष्टवैचित्र्यवशाज् जगज्जने, विचित्रकर्माशय वाग्विसंस्थुले। उदासवृत्तिस्थितचित्तवृत्तयः सुखं श्रयंते यतयः क्षतार्तयः ॥ [અધ્યાત્મ કલ્પકુમ ૧.૭.] ચિત્રવિચિત્ર પ્રકારના અદષ્ટ (કર્મ) ને પરાધીન હોવાથી. વિચિત્ર પ્રકારના મન, વચન અને કાયાના વ્યાપારેવડે પોતાને અસ્વસ્થ બનાવનારા જગતના જીવોમાં માધ્યચ્યભાવમાં સ્થિર છે ચિત્ત જેમનું અને તે કારણે) માનસિક પીડાથી રહિત એવા મુનિઓ જ સુખી છે. क्रूरकर्मसु निःशंकं देवतागुरुनिन्दिषु । आत्मशंसिषु योपेक्षा तन्माध्यस्थ्यमुदीरितम् ॥ [યોગશાસ્ત્ર, પ્રકાશ ૪. ૧૨૧.] હિંસાદિકુર કર્મોમાં હાર્દિક કંપ વિનાના, દેવ, ગુરુ અને ધર્મની નિંદા કરનારા અને પોતાની પ્રશંસા કરનારા એવા જીના તે તે દોષની ઉપેક્ષાને મહાપુરુષાએ માધ્યસ્થ કહ્યું છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ માધ્યચ્ય ભાવના (સંક્ષિપ્ત) ૧. વિષય: (અ). અતિપાપી જી [આત્મપ્રશસક, અપ્રજ્ઞા, અવિનીત, હિંસાદિ ક્રરકમ આચરનાર, ઉન્માર્ગગામી, અહિત સમાચરણ કરનાર, ધર્મવી, અપમાન કરનાર, વગેરે.] (બ). ઈષ્ટ કે અનિષ્ટ વસ્તુઓ. ૨. ઉપર્યુક્ત વિષયના સંઘર્ષમાં આવતું ઉપાદાન કારણ (અશુભવૃત્તિઓ): (અ). પાપી તરફ કેપ, ક્રોધ, તિરસ્કાર, દુષ્ટને સજા કરવાની વૃત્તિ, વગેરે. (બ). ઈષ્ટ પ્રત્યે રાગ, અનિષ્ટ પ્રત્યે દ્વેષ, અનુકૂળતા ગમવી, પ્રતિકૂળતા ન ગમવી, વગેરે. ૩. અશુભવૃત્તિઓને આકારઃ (અ). “દુષ્ટને સજા થવી જ જોઈએ', વગેરે. (બ). “મને ઈષ્ટ મળે , અનિષ્ટ ન આવે', વગેરે. ૪. ઉપર્યુક્ત વિષય અને અશુભ વૃત્તિઓના સંઘર્ષથી ઉત્પન્ન થતા ચિત્ત મળે: (અ). ક્રોધ, ઠેષ, અમર્ષ, વગેરે. (બ). ઈષ્ટના સંગમાં તથા અનિષ્ટના વિયોગમાં રાગ, ઈષ્ટના વિયેગમાં તથા અનિષ્ટના સંગમાં દ્રષ, આર્તધ્યાન, રૌદ્રધ્યાન, વગેરે. ૫. તે ચિત્તમળેથી થતા અનઃ - (અ). પાપીઓને પિતાના પર દ્વેષ, પાપીઓ તરફથી થતા પ્રત્યાઘાત, તેમને સુધારી શકાતાં નથી, વગેરે. Page #120 -------------------------------------------------------------------------- ________________ (ખ). ઇષ્ટને મેળવવા માટે અને અનિષ્ટને ટાળવા માટે કાયિક અને વાચિક અશુભ યોગા, વિભાવેામાં રમણુતા, વગેરે. ૬. ચિત્તમલનાશક અને ચિત્તસુખવર્ધક ઉપાયા: (અ). ‘પાપીએ પાપથી વિરમેા”, એવી ભાવના; પાપીએ પ્રત્યે ક્રોધ, દ્વેષ, વગેરે ન કરવાં; ‘તેએ ભવિષ્યમાં સુધરે', એવી ભાવના; મૌન; વગેરે. (ખ). આત્મસ્વરૂપ અને પરસ્વરૂપના ભેદનું ચિંતન, અરાગદ્વેષવૃત્તિતાનેા અભ્યાસ, અનેકાંતવાદના અભ્યાસ, વગેરે. ૭. ઉપાયાના સંગ્રાહક શબ્દઃ માધ્યસ્થ્યભાવના, ૮. પર્યાંયા: માધ્યસ્થ્ય, ઔદ્યાસિન્ય, ઉપેક્ષા, અરાગદ્વેષવૃત્તિ, વગેરે. ૨. ટૂંકી વ્યાખ્યાઓ: (અ). પિત્રુ ઉપેક્ષા । (બ). સર્વત્ર લાદ્વેષવૃત્તિઃ ૧૦. પ્રકાશ: અતિપાપી વિષયક, અહિત, અકાલ॰, અપમાન॰, સાંસારિકસુખ, દુ:ખ॰, ગુણુ॰, મેાક્ષ॰ અને સવિષયક, ૧૧. દૃષ્ટાંતાઃ શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી વીર ભગવાન, ધન્ના, શાલિભદ્ર, પૃથ્વીચંદ્ર, ગુણસાગર, ગજસુકુમાલ, ખંધકમુનિ, ખધમુનિના ૫૦૦ શિષ્યા, વગેરે. ૧૨. ફળઃ (અ). પાપીએ તરફથી પ્રત્યઘાતા થતા નથી, તેમને સુધારી શકાય છે, ગાંભી, સમત્વ, પૂયતા, ક્રોધ-દ્વેષ-તિરસ્કારાદિનું શમન, આત્મશાંતિ, વગેરે. (ખ). સકલેશનાશ, આ રૌદ્રધ્યાનનાશ, ધમ ધ્યાન અને શુકલધ્યાનની પ્રાપ્તિ, ન્યાય્ય પ્રવૃત્તિ, અર્હત્વ-મમત્વનાશ, વીત ૯૫ Page #121 -------------------------------------------------------------------------- ________________ રાગતા, કર્મનિર્જર, સ્વસ્વરૂપમાં રમણતા, સર્વગુણસંપન્નતા, સત્ત્વ–શીલ–પ્રજ્ઞામાં વૃદ્ધિ, જિનપ્રવચનરહસ્યજ્ઞાન, વગેરે. ૧૩. વિશેષ મુદ્દાઓ : - જે દેશનું દરીકરણ અસંભવિત છે, તેમની ઉપેક્ષા તે માધ્યષ્ય છે. સર્વવિષયક માધ્યશ્ય અનેકાંતજ્ઞને હેાય છે. અને તબલી એવા શ્રી તીર્થંકર ભગવંતે પણ જગતને પાપથી સર્વથા મુક્ત કરી શકયા નથી, તે પછી મારું શું ગજું ? સાંસારિક સુખ બહતર દુઃખથી અનુવિદ્ધ હેવાથી દુઃખજ છે. જિનપ્રવચનનું લક્ષ્ય “જીવને સર્વત્ર મધ્યસ્થ બનાવવો એ છે. ૧૪. સર્વવિષયક માધ્યશ્યના મુદ્દાઓ : અનેકાંતવાદ અને નયવાદનું જ્ઞાન. વસ્તુતત્વને યથાર્થ નિર્ણય. સર્વ જોડકાંઓ (ઉત્સર્ગ અપવાદ, જ્ઞાન-ક્રિયા, નિશ્ચય-વ્યવહાર વિધિ-નિષેધ, વગેરે) પ્રત્યે સાપેક્ષતા. આગમિક પદાર્થોની આગમથી અને યુક્તિગમ્ય પદાર્થોને તર્કથી નિર્ણય. અન્ય સર્વ દર્શને જન દર્શનમાં સમવતાર. મહાન્યાયાધીશ. મહાપિતા. અનેકાંત ભાવના. મહામધ્યસ્થના સમીપમાં અપૂર્વ શાંતિ. સર્વ પ્રશ્નનું નિરાકરણ વસ્તુઓમાં પ્રિયત્વ કે અપ્રિયત્વની કલ્પનાને અભાવ Page #122 -------------------------------------------------------------------------- ________________ પિતાને સર્વ કાર્યોની સિદ્ધિ કે અસિદ્ધિમાં અનુક્રમે આત્મશુદ્ધિ કે અશુદ્ધિની કારણભૂતતા. સ્તુત્યાદિ કે નિંદાદિમાં સમત્વ. પૌગલિક ભાવોને કર્તા કે ભકતા આત્મા (નિશ્ચયથી) નથી, તે તો સાક્ષિમાત્ર છે. ચારિસંજીવની ચાર ન્યાયથી સર્વનું હિત. નિષ્કામભાવે સદનુષ્ઠાનની સાધના. કવિપાકનું ચિંતન વગેરે. Page #123 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતા, આનંદ અને પૂજ્યતાનાં સાધને मैत्रीपवित्रपात्राय, मुदितामोदशालिने । कृपोपेक्षाप्रतीक्षाय, तुभ्यं योगात्मने नमः ॥ १ ॥ [મંત્રીના પવિત્ર ભાજન, મુદિતાથી પ્રાપ્ત થયેલ સદાનન્દવડે શોભતા, કરુણા અને માધ્યચ્ચ વડે જગપૂજ્ય બનેલા, યોગસ્વરૂપ એવા (હેવીતરાગ !) તને નમસ્કાર હો !] . કલિકાલસર્વજ્ઞ ગાઘનેક શાસ્ત્રપારંગમી પરમપૂજ્ય શ્રીમાન હેમચંદ્રાચાર્ય વિરચિત “શ્રી વીતરાગ સ્તોત્ર એ એક અતિગંભીર ગ્રંથ છે, શ્રી વીતરાગ ભગવંતની એમાં સર્વશ્રેષ્ઠ સ્તુતિ છે, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, યોગશાસ્ત્ર, વગેરેની દષ્ટિએ તેનું સ્થાન મહત્વનું છે. શ્રીસ્તુતિકારભગવંતે જૈનશાસનનાં અનેક રહસ્યને એ સ્તુતિમાં ગુપ્ત રીતે એકત્રિત કર્યા છે. સાધક આત્મા જ્યારે આ સ્તોત્રના ચિંતનમાં એકાગ્ર બને છે ત્યારે તે રહસ્ય તેના માટે ખુલ્લાં થાય છે, આ રહસ્યનું જ્ઞાન થતાં જ તેને આત્મા આનંદથી નાચી ઊઠે છે, જેમ જેમ આ સ્તુતિસમુદ્રના ઉંડાણમાં ઉતરે છે, તેમ તેમ તેને નવાં અદભૂત રહસ્ય રત્નની પ્રાપ્તિ થાય છે અને શ્રીસ્તુતિકારભગવંતની સર્વશાસ્ત્રવિષયક પરિપૂર્ણતા પર તે સાધક મુગ્ધ બને છે. ૯૮ Page #124 -------------------------------------------------------------------------- ________________ પૂર્વોક્ત કથનના સમર્થન માટે લેખની શરુઆતમાં મૂકેલા (એ સ્તંત્રના ત્રીજા પ્રકાશના અંતમાં આવતા) શ્લોક પર વિચારણા કરીએ. પ્રસ્તુતકમાં “રામ” શબ્દ અતિમહત્ત્વનું છે. યોગાત્મા એટલે ગસિદ્ધ, સિદ્ધગી, ગમય, ગસ્વરૂપ વગેરે. શ્રીવીતરાગ ભગવંતનું એ સર્વશ્રેષ્ઠ વિશેષણ છે, શ્રીઅરિહંતને જ વેગાત્મા કહી શકાય, કારણ કે તેમને જ ગની સર્વ મહાન વિભૂતિઓ–પ્રાતિહાર્યાદિ વરે છે. શ્રી અરિહંતપરમાત્માના ગાત્મત્વને જ બતાવવા માટે આ શ્લોકની રચના છે તેને શ્રીસ્તુતિકાર ભગવંત પવિત્ર, આમોદ અને પ્રતીક્ષા એ ત્રણ શબ્દવડે બતાવે છે. આ શબ્દ શ્રીઅરિહંતમાં રહેલા પરમ પવિત્રતા, પરમાનંદતા અને ત્રિલોચપૂજ્યતા એ ત્રણ ઉચ્ચ ગુણેને વનિત કરે છે, આ ગુણેના કારણે જ તેઓ અરિહંત કે યોગાત્મા છે. “મૈત્રીવિત્રપાત્રાએ પદ વડે શ્રીસ્તુતીકારમહર્ષિ એક મહત્ત્વપૂર્ણ વિશ્વનિયમ બતાવવા માગે છે, તે નિયમ એ છે કે મૈત્રીભાવનાને અભ્યાસ તે જીવને શ્રીઅરિહંતમાં રહેલી પવિત્રતાનું ભાજન બનાવી શકે છે. પવિત્રતા એટલે વૈરાદિ ચિત્તમના નાશ પછી પ્રગટ થતો આત્મગુણ, જેમને આ પવિત્રતાની પ્રાપ્તિ કરવી હોય તેઓને મંત્રી ભાવનાનું ચિંતન, મનન, નિદિધ્યાસન, વ્યવહારમાં ઉપગ, વગેરે વડે પિતાના આત્માને ભાવિત કરે અત્યંત આવશ્યક છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ સવજીવાને પરમમિત્રની આંખે જોનારા શ્રી અરિહંત પરમાત્માની જેમ આપણે પણ જગતના મિત્ર મનવું જોઇએ, મિત્ર જેમ પેાતાના મિત્રની હિતચિંતામા સદા નિરત હાય છે તેમ આપણે પણ જગતના સર્વ જીવાની હિત ચિંતા માટે આપણા આત્માને ઉદ્યત મનાવવેા જોઇએ. તાત્પર્ય એ છે કે મૈત્રી ભાવના એ પવિત્રતાની પુષ્ટિ માટે અપૂર્વ રસાયણ છે. ‘મુતિામોશાહિને’ પદમાં પ્રમાદભાવના, પરમાનંદ અને શેાભા, એ ત્રણ અને અનુક્રમે કહેનારા ‘મુદિતા’ ‘આમેા’ અને ‘શાલિ’ એ શબ્દો વડે શ્રી સ્તુતિકાર ભગવંત ખીજા વિશ્વનિયમને રજુ કરે છે, તે નિયમ એ છે કે ચેાગસ્વરૂપ એવા શ્રી અરિતાને જે સર્વોચ્ચ શેશભા (સૌદ રૂપ પ્રાતિહાર્યાદિ યાગવિભૂતિઓ) પ્રાપ્ત થાય છે તેનું કારણ તેમને આમાદ (પરમાનંદ, પરમપ્રસન્નતા) છે અને તે પરમપ્રસન્નતા તેમને મુદિતાભાવનાની પ્રકૃષ્ટ સાધનાથી વરે છે. આપણને પણ એવી શૈાભા અને એવા આનંદ જોઈતા હોય તેા મુદ્રિતાભાવના વડે આપણા હૃદયને મુદ્રિત બનાવવુ જ પડશે. બીજાના ગુણ જોઇને જે વ્યક્તિ આન–પ્રહષ પામે છે તેને પરમાનંદ સ્વયમેવ વરે છે. ગુણી આત્માઓના ગુણ્ણા અને ધર્મનાં શુભ આલમના જોઈને હૃદયમાં અતિ આનંદ પામનારા આત્માએ વિના ખીજા કાણુ શ્રીતીથ કરનીયેાગવિભૂતિઓનાં ભાજન અની શકે ? ૧૦૦ Page #126 -------------------------------------------------------------------------- ________________ “પૉરૅશાખતીક્ષા ” આ વિશેષણ વડે શ્રીસ્તુતિકાર ભગવંત આપણને એ બતાવે છે કે યોગસ્વરૂપ એવા શ્રીઅરિહંત પરમાત્માને જગપૂજ્ય બનાવનારાં કરૂણા અને માધ્યચ્યું છે, જેનાં હૃદયમાં કરુણાભાવના અને માધ્યશ્યભાવના ચરમ સીમાને પામે છે તેની પૂજામાં ત્રણે લોક તત્પર બને છે. સારાંશ એ છે કે પવિત્રતા, આનંદ અને પૂજ્યતાનાં સાધન મિત્રી, મુદિતા, કરૂણા અને ઉપેક્ષા છે. આ ચાર ભાવનાઓના નિરંતર સેવનથી આપણે આપણા જીવનને પવિત્ર, આનંદમય અને આદર્શ બનાવવું જોઈએ. Page #127 -------------------------------------------------------------------------- ________________ અંતિમ વકતવ્ય આ ચાર ભાવનાઓ અત્યંત દુર્લભ છે. પૂર્વના અનેક જન્મમાં કરેલી માગનુસારી કિયાના અભ્યાસથી પુણ્યાનુબંધિપુણ્યની પ્રાપ્તિ થાય છે અને પુણ્યાનુબંધિપુણ્યથી યુક્ત એ આત્મા મંડ્યાદિ ભાવનાઓના અભ્યાસમાં આગળ વધે છે. જેઓને જિનવચનમાં શ્રદ્ધા છે, જેઓ તેને અનુસરે છે અને જેઓ યમનિયમાદિથી સંપન્ન છે તેઓને આ ભાવનાઓ શીઘતઃ આત્મસાત્ થાય છે. રાગ, દ્વેષ, ઈર્ષા, પારકા પર અપકાર કરવાની ઈચ્છા, અસૂયા, અમર્ષ (વૈર વાળવાની વૃત્તિ), વગેરે મલાથી ભરપૂર એવું ચિત્ત જ સાધનામાં મહાન પ્રતિબંધક છે. મિથ્યાદિ ભાવનાઓના નિરંતર અભ્યાસથી આ મલે નાશ પામે છે અને સૌજન્ય, ઉદારતા, ગાંભીર્ય, હદયની વિશાળતા, વગેરે ધર્મમાં અતિ આવશ્યક એવા ગુણોને પ્રાદુર્ભાવ થાય છે. જે મિથ્યાદિભાવનાઓના અભ્યાસ વિના જ ધ્યાનાદિ સાધનાઓમાં આગળ વધવા ઈચ્છે છે તે અતિમલિન પણ દિવાલને સાફ કર્યા વગર જ તેના પર સુંદર ચિત્ર કાઢવા ઈચ્છે છે. મિથ્યાદિ ભાવનાઓને હૃદયમાં ધારણું કર્યા વિના જે ધર્મ કે તેનાં ફળને ઈચ્છે છે, લંગડો એ ૧૦ર Page #128 -------------------------------------------------------------------------- ________________ તે સુમેરૂપર્વતને શી રીતે ઓળંગી શકશે ? મૃત્ર્યાદિભાવનાએ ધર્મરૂપ મહાસાગરની તુલનામાં નાના સરાવર જેવી છે; જેનામાં સાવરને તરવાની શક્તિ નથી તે મહાસાગરને કેમ તરી શકશે ? મત્ર્યાદિભાવનાએ એ જ પરમ અધ્યાત્મ છે, પરમ ચાગ છે અને પરમ અમૃત છે. સઘળાય શ્રી જિનપ્રવચનનું રહસ્ય પણ આ ચાર ભાવનાઓ છે. આ ચાર ભાવનાએ જેના મનમાં સતત રમે છે, તે પાતે પવિત્ર છે અને સમગ્ર વિશ્વ તેનાથી પવિત્ર બને છે. આ ચાર ભાવનાઓનું મહત્વ જે જે રીતે મનમાં વધે તે તે રીત ઉપાદેય છે, આ ચાર ભાવનાએ પરમ મંગલ છે, તે પરમ મોંગલને સાધકે સદૈવ ચિત્તમાં સ્થાપન કરવું જોઇએ અને પેાતાના જીવનને મંગલમય બનાવવું જોઇએ. *આ ચાર ભાવનાએ મુનિજનને આનંદ આપવા માટે અમૃતને ઝરતી અલૌકિક ચંદ્ર ચૈાત્સના છે, * જ્ઞાનાવ, ૨૭ મું પ્રકરણ શ્લોક ૧૫. ૧૬. ૧૭. एता मुनिजनानंदसुधास्यन्दैकचन्द्रिकाः । ध्वस्त रागाद्युरुक्लेशा, लोकाग्रपथदीपिकाः ॥१५॥ एताभिरनिशं योगी, क्रीडन् अत्यंतनिर्भरम् । सुखमात्मोत्थमत्यक्ष मिहैवारकन्दति ध्रुवम् ॥ १६॥ भावनास्वासु संलीनः, करोत्यध्यात्मनिश्चयम् । अवगम्य जगद्वृत्तं विषयेषु न मुह्यति ॥ १७॥ ૧૦૩ Page #129 -------------------------------------------------------------------------- ________________ રાગાદિ આંતરિક કલેશેને ધ્વંસ કરનારી છે અને મોક્ષ માર્ગને બતાવવા માટે દીપિકાઓ છે. આ ચાર ભાવનાઓની સાથે અહર્નિશ યથેચ્છ રીતે રમત ગી અત્યંત, અતિશય અને અતીંદ્રિય એવા આત્મિક સુખને આ જ લેકમાં નિશ્ચયતઃ પામે છે. આ ભાવનાઓમાં સંલીન એ આત્મા જગતના સ્વરૂપને જાણીને મુગ્ધ બનતું નથી અને તેથી અધ્યાત્મનિશ્ચયને (સ્વરૂપ રમણતાને) પામે છે. * આ ભાવનાઓ જ્યારે સારી રીતે અભ્યસ્ત થાય છે ત્યારે ગનિદ્રા(ધ્યાન)માં ધૈર્ય આવે છે, મેહનિદ્રા દૂર થાય છે અને તત્ત્વને વિનિશ્ચય થાય છે. - જિતેંદ્રિય અને જિતકષાય એવો મેગી જ્યારે સમગ્ર વિશ્વને અહર્નિશ આ ભાવનાઓ વડે ભાવે છે, ત્યારે પરમદાસી ને પામેલે તે અહિં મુક્તાત્માની જેમ વિચરે છે. * જ્ઞાનર્ણવ, પ્રકરણ ૨૭, કલો. ૧૮. ૧૯. योगनिद्रा स्थिति धत्ते, मोहनिद्राऽपसर्पति । आसु सम्यक् प्रणीतासु, स्यान्मुनेस्तत्त्वनिश्चयः ॥१८॥ आभिर्यदानिशं विश्वं, भावयत्यखिलं वशी । तदौदासीन्यमापन्नश्चरत्यत्रैव मुक्तवत् ॥ १९ ॥ ૧૦૪ Page #130 -------------------------------------------------------------------------- ________________ सत्वेषु मैत्री गुणिषु प्रमोदम्, क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् । माध्यस्थ्यभावं विपरीतवृत्तौ, सदा ममात्मा विदधातु देव !॥ (પરમાત્માવિંશિકા ૧.] હે દેવ ! જીને વિષે મિત્રી, ગુણી આત્માઓ પ્રત્યે પ્રદ, દુઃખી જીવ પ્રત્યે પાલતા અને વિપરીત આચરણ કરનારાઓ પ્રત્યે માધ્યચ્યભાવને મારે આત્મા સર્વદા ધારણ કરે. F भजस्व मैत्री जगदङ्गिराशिषु, प्रमोदमात्मन् ! गुणिषु त्वशेषतः । भवार्त्तिदीनेषु कृपारस सदा ऽप्युदासवत्तिं खलु निगुणेष्वपि ॥ [અધ્યાત્મ કલ્પદ્રુમ ૧.૧૦.] હે આત્મન ! આ જગતના સર્વ જીવ સમૂહ વિષે મિત્રી, સર્વ ગુણિજને પ્રત્યે પ્રમાદ, સંસારનાં અનેક દુઃખનાં કારણે દીન બનેલા જીવો પ્રત્યે કરૂણ અને નિર્ગુણુઓ પ્રત્યે પણ ઉદાસીનભાવને ધારણ કર. ૧૦૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૩. અભ્યાસ સવારમાં ઉઠતાંની સાથે જ ભાવનાઓનું ચિંતન કરવું. આજે આ ચાર ભાવનાઓમાં હું અવશ્ય નિષ્ઠા કેળવીશ, એ દઢ સંકલ્પ પ્રતિદિન સવારમાં કરે જોઈએ. શરૂઆતના અઠવાડિયામાં જ ઓછામાં ઓછું એક વખત ચિંતન અવશ્ય કરવું. બીજા અઠવાડિયામાં જ ઓછામાં ઓછું બે વખત ચિંતન અવશ્ય કરવું. એમ અનુક્રમે ચિંતનમાં વિકાસ સાધવે જોઈએ. દિવસમાં જેટલી વખત ચિંતન કર્યું હોય તેટલાં ટપકાં [..] “અભ્યાસ નામક કઠામાં ‘ચિંતન' નામક ખાનામાં મૂકવાં, એક વખત ચિંતન કર્યું હોય તે એક ટ૫કું [.] મૂકવું, આ જ પ્રમાણે બીજા ખાનાઓમાં પણ સમજવું. ૪. આ કોષ્ટક સદેવ પાસે રાખવું જોઈએ. ચિંતન, અમલ, અથવા ભંગના પ્રસંગમાં તરત જ એક ટપકું તે તે ખાનામાં અવશ્ય મૂકવું જોઈએ. ૫. ભંગ થયા પછી તરત જ ઓછામાં ઓછા ત્રણ નવ કાર અવશ્ય ગણવા અને ગણતી વખતે ભાવનામય એવા પરમેષિઓનું સ્મરણ કરવું. ૬. દરરોજ સાંજના કણકનું સિંહાવલોકન કરવું અને આજે ભાવનાઓમાં આગળ વધ્યા કે પાછા પડયા, વગેરે વિચારવું. ૧૦૬ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૭. નિદ્રા લેવા પૂર્વે, નવકારનું સ્મરણ કરવું, તે વખતે ભાવનામય પરમેષ્ઠિઓનું ચિંતન કરવું. “સવારમાં ઉઠતાની સાથે જ મને ભાવનાઓનું સ્મરણ થાઓ એવી આંતરીક ઈચ્છા રાખવી. “ધર્મબીજ' અથવા મિથ્યાદિ ભાવના વિષયક આ ગ્રંથમાંની જે પંક્તિઓ તમને મહત્ત્વની લાગે, તે પંક્તિઓને “લાલ” કરે અથવા તેની નેંધ કરે, રોજ ઓછામાં ઓછું એક વખત તે પંક્તિઓ ઉપર નજર ફેરવી જાઓ. સતત ચિંતન વિના ભાવનાઓમાં સિદ્ધિ મળતી નથી, એ કદી પણ ન ભૂલવું જોઈએ. - ૯. એક વર્ષ સુધી હું “ધર્મબીજ' (ભાવનાઓ)ના ચિંતન તથા અમલરૂપ જલ વડે સિંચન અને અભંગ (અખલન)ના સંકલ્વરૂપ વાડ વડે સંરક્ષણ અવશ્ય કરીશ,’ એમ રોજ રાજ દઢ સંકલપ કરે. ૧૦. એક વર્ષ પછીના ભાવનામય જીવનનું સુંદર દૃશ્ય રેજ આંખ સામે લાવીને હર્ષ પામે. જીવનને પવિત્ર, આનંદમય અને નિર્ભય બનાવવાને આ અમેઘ ઉપાય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસ કોષ્ટક મિત્રી પ્રમોદ કરણ માધ્યશ્ય ચિંતન એમલ ભંગ ચિંતન | અમલ સંગ, ચિતના અમલ ચિંતન અમલ ભંગ મૈત્રી–અમેદ–કરણ–મધ્યપ્શમય ધર્મબીજ' એ જ મારા જીવનનું ધ્યેય છે, એ જ માફ અમૃત છે, એ જ મારી સર્વ શ્રેષ્ઠ સંપત્તિ છે અને એ જ મારું સર્વસ્વ છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ મૈગ્યાદિ ભાવનાનું રહસ્ય. સંસારવતી સર્વ જીવા સ્વરૂપે અભિન્ન છતાં અનાદિકાલીન કર્માંસ ંચાગને ચેાગે ભિન્નદશાનેા અનુભવ કરે છે. આ ભિન્નતાના અનુભવ એ જ તેનું દુઃખ છે, તેને ટાળવા માટે જેમાં એવા ભેદના અનુભવ નથી તે મેાક્ષ ઉપાદેય છે. અનાદિ નિગેાદમાં (અવ્યવહાર રાશીમાં) જીવ બીજા અનંતા (સિદ્ધોથી પણ અનંત ગુણા) જીવાની સાથે એક શરીરમાં આહાર, નિહાર અને શ્વાસેાચ્છવાસ વિગેરે ક્રિયાને પણ સાથે કરતા અનતા કાળ રહ્યો, પણ ત્યાં મૈત્રીભાવ કે જે અભેદભાવને સાધક છે તેના અભાવે દુઃખના જ અનુભવ થયા, ક્ષણમાત્ર પણ સુખના અનુભવ ન કરી શકયા. કાલાન્તરે સામગ્રીના ચાગ મળતાં વ્યવહાર રાશીમાં આવ્યા, અનતાની સાથે રહેવાથી ત્રાસી ગએલા તેને પ્રત્યેક ભવમાં શરીરાદ્ધિ સામગ્રી ભિન્ન મળી, છતાં ત્યાં પણ સુખનેા અનુભવ ન કરી શકયેા, કારણ કે તેને ભેદભાવ અખ’ડ હતા, નિગેાઇ અવસ્થાથી પણ ઘણા વધી ગયા હતા. પરિણામ એ આવ્યું કે સ્નેહરાગ, કામરાગ, દૃષ્ટિરાગ જેવા દુષ્ટ સ’અન્ધાથી તેણે અન્ય જીવાની સાથે અભેદ સાધવા વિવિધ પ્રયત્ના કર્યો પણ તે રાગજન્ય દ્રોહી સંબન્ધાથી તે સત્ર ગાતા જ રહ્યો, અભેદભાવને બદલે ભેદભાવ દૃઢ થયા અને સુખને બદલે દુઃખની વૃદ્ધિ થતી ગઈ. એમ ચારે ગતિમાં સવ ચેાનિએમાં અનંતશઃ ભમવા છતાં તેને કયાંય સાચા સુખની પ્રાપ્તિ ન થઈ. ૧૦૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ એ રીતે ભમતે જીવ ભવિતવ્યતાદિ કારણસામગ્રીને પામીને વર્તમાનમાં માનભવને પામે છે, આ માનવભાવ એ કારણે શ્રેષ્ઠ છે કે તેને પામીને જીવ અનાદિ ભેદભાવને ટાળી શકે છે. તેને ટાળવાના મૌલિક ઉપાય તરીકે તત્વજ્ઞોએ મૈત્રી આદિ ચાર ભાવે નિર્દેશ્યા છે. તેમાં ૧–મત્રીભાવ સૌથી પ્રથમ એ કારણે જરૂરી છે કે તેના વિના અનાદિ ભેદ ટાળવાની ભૂમિકા જ પ્રાપ્ત થતી નથી. “સર્વ જી સમાન છે, મારી જેમ સર્વને સુખ પ્રિય છે, દુઃખ અપ્રિય છે, કર્મથી વિવશ તે સર્વ ભિન્ન છતાં સ્વરૂપસત્તાએ મારી તુલ્ય છે, કોઈની ઉપર દ્વેષ-વૈર વિગેરે કરવું તે મારી જાત ઉપર જ વર–વિરોધ કરવા તુલ્ય છે, કેઈના પણ અહિતમાં મારું અહિત છે અને હિતમાં મારું જ હિત છે.” ઈત્યાદિ ભાવનાથી પિતે અન્ય જીવથી નજીક આવતું જાય છે, અભેદના આનંદને અનુભવ કરવા માંડે છે અને પરિણામે આત્મામાં સવનાં દુઓને નાશ કરવાની તત્પરતા વધે છે. ૨-સુદિતાભાવ-મૈત્રીભાવના ફળ સ્વરૂપે મુદિતાભાવ પ્રગટે છે. અન્ય જીને પિતાના મિત્રો માનવાથી તેઓની ધન, દોલત, આરોગ્ય યશ-કીર્તિ, કે ક્ષમાદિ ગુણો વિગેરે બાહ્ય-અભ્યન્તર સર્વ સમ્પતિ પારકી નહિ, પિતાની સમજતે થાય છે અને તે જેમ જેમ એવું સમજે છે તેમ તેમ તેને વિશેષ આનંદ અનુભવે છે. એમ મુદિતાભાવથી અભેદને આંશિક આનંદ અહીં જ અનુભવવા માંડે છે અને એથી અભેદભાવ પણ દઢ થતું જાય છે. એમ મૈત્રીમાંથી મુદિતા પ્રગટે છે, પછી અને સહકારી બની વધતાં જાય છે. આ મુદિતા–પ્રમાદથી બીજાને લાભ ન થાય તે પણ પિતાના ગુણે અવશ્ય પ્રગટે છે. ૧૧૦ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૩-કરૂણાભાવ પણ મૈત્રીભાવ વિના પ્રગટતા નથી, જ્યાં સુધી અન્ય જીવા પ્રત્યે ભેદ બુદ્ધિ હાય ત્યાં સુધી તેના દુઃખમાં દુઃખ કે તે ટાળવાની બુદ્ધિ પ્રગટે જ કાના આધારે ? મૈત્રી ભાવથી સંબન્ધ થતાં જેમ તે બીજાનાં સુખાના આનંદ અનુભવે છે તેમ તેનાં દુઃખાનું દુઃખ પણ અનુભવે છે. એથી બાહ્ય-અભ્યન્તર ઉભય પ્રકારનાં દુઃખાને ટાળવાની વૃત્તિરૂપ કરૂણા પ્રગટે છે. આ કરૂણાભાવથી શકય પ્રયત્ન પણ કરવા માંડે છે અને એ પ્રયત્ના ખીજાને કદાચ લાભ ન કરે તે પણ તેને પેાતાને તે લાભ કરે જ છે. ૪–ઉપેક્ષાભાવ–સર્વ જીવા સાથે અભેદ્દબુદ્ધિ પ્રગટ થવાથી જેમ બીજાની સમ્પત્તિ-વિપત્તિ પેાતાનાં અની જાય છે તેમ બીજાને કર્મબન્ધન થાય તે પણ અસહ્ય અને છે. એ કારણે વૈદ્યની જેમ જ્યાં સુધી સામાને લાભ થાય ત્યાં સુધી તેને સુધારવાના (સુખી કરવાના) પ્રયત્ના કરે છે અને લાભને બદલે હાનિ થતી દેખે તા તેમાંથી બચાવવા માટે તુ પ્રયત્ના છેાડીને ઉપેક્ષા કરવા માંડે છે. મૈત્રીભાવ વિના જેમ મુદિતા કે કરૂણા પ્રગટ થતાં નથી તેમ ઉપેક્ષાભાવ પણ પ્રગટતા નથી જ. ઉપેક્ષા પણ લંધન જેવું અનુપમ ઔષધ છે, તેનાથી થાય તેા લાભ થાય, હાનિ ન થાય. હા, ઉપેક્ષા–અનુપેક્ષાના પાત્રની સાચી એળખ કરવી જોઇએ. એમ ચાર ભાવનાઓના મળે સર્વ જીવાની સાથે ધર્મરાગથી અભેદ્ય સાધતા જીવ આખરે ભેદના કારણભૂત સવ કર્મોના નાશ કરીને મેાક્ષમાં સર્વ કાળ માટે અભિન્ન અની જાય છે, ભેદબુદ્ધિથી થતા દુઃખને મૂળમાંથી દૂર કરીને અભેદભાવને અખંડ, અનુપમ, આત્યંતિક આનંદ અનુભવતા મુક્તજીવાની સાથે એકમેક મની જાય છે. ૧૧૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ પાનું ૧૧ ૧૩ *શુદ્ધિપત્રક - લીટી અશુદ્ધ ૧૪ કંઈ કદી ૧૦ સયુને સદગુણેને ખાનું ૨ ઉપદાન ઉપાદાન ખા. ૫, . ૩ खुरिवनः सुखिनः ૭ સારાસાર સારને પણ સાર નિગિતા નીગિતા ૧૩, ૧૬, ૧૮ જેમ, જેમ કે, સંઘર્ષમાં સંઘર્ષમાં લાકિક ૨૧ ૩૦ ૩૪ ૩૬ લૌકિક ૪૬ ४७ આ ૪૮ વ્યાવહરિક શાળી ૫૪ વ્યવહારિક શૂળી તે દુઃખને ધન ૫૪ ૧૮ ઘન भीतेषु भीतेषु પ ૧૯ શ્રષ્ઠ શ્રેષ્ઠ નશ્ચિયિક નૈઋયિક १८ भुणी मुणी ઉપર જણાવેલી અશુદ્ધિઓ સિવાયની અનુસ્વાર, વિસર્ગ, પૂર્ણવિરામ, અલ્પવિરામ, હસ્ય, દીર્ઘ વગેરેની કેટલીક ભૂલ રહી ગઈ છે, તે વાચકે સ્વયં સુધારી લેવી. Page #138 -------------------------------------------------------------------------- ________________ છે ; ; જ્યારે જ્યારે તમે દુ:ખમાં હો ત્યારે ત્યારે એકાંતમાં બેસીને જે તમે મૈથ્યાદિ ભાવનાઓનું ચિંતન કરશે અને ' આંતરિક ગુંજારવ” વગેરે લેકનું ભાવપૂર્વક ઉચ્ચારણ કરશે તો તમને દેખાશે કે તમારું દુ:ખ હવે રહ્યું નથી. તમારા પ્રત્યેક દિવસને આનંદમય બનાવવા “ધમ બીજ'માં કહેલી ભાવના ઉપર રોજ પ્રાત:કાળમાં નિયમિત ચિંતન કરે. તમારા જીવનની પ્રત્યેક ક્ષણને આ ભાવનાઓ વડે તમે રંગી દે : જગત તમને પિતાના હૃદયસિંહાસન પર બિરાજમાન કરશે.