Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય
(અનુવાદ)
* કર્તા * આગમગચ્છીય શ્રી ઉદય ગણિવર
• અનુવાદ કર્તા 。 કુંવરજી આણંદજી
સંપાદક :- પૂ. મુનિરાજશ્રી ધર્મતિલકવિજયજી મ. સા.
પ્રકાશક .
સ્વ. પૂજ્યમુનિપ્રવરશ્રી ધર્મકીર્તિ વિજય જૈનગ્રંથમાળા હળવદ - ૩૬૩૬૬૦ (સૌરાષ્ટ્ર).
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્યા
(અનુવાદ)
કર્તા ,
આગમગચ્છીય શ્રી ઉદયધર્મગણિવર
•અનુવાદકર્તા કુંવરજી આણંદજી
BE
HERE
1965 FEE E
निभित्त.
વાત્સલ્યવારિધિ વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવેશ
શ્રીમદવિજય નરચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના પ૨ વર્ષીય નિર્મળ સંયમજીવનની અનુમોદના
• સંપાદક પૂ. મુનિરાજશ્રી થર્મતિલકવિજયજી મ.સા.
યુવરશ્રી ધમકી
4 પૂજયમુનિ,
ગંથમીલા-હે ળ
હળવદ શહેર
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય (અનુવાદ) ક્રમાંક (૧)
પ્રકાશક સ્વ. પૂજ્યમુનિપ્રવરશ્રી ઘર્મકીર્તિવિજય જૈનગ્રંથમાળા,
C/O. મનોજ પી. શેઠ न्युन स्वीट भार्ट, ध्रांगध्रा प्रवाहार, हणवट - 3६३६६०(सौराष्ट्र)
Page #3
--------------------------------------------------------------------------
________________
પુસ્તક
પ્રકાશક
આવૃત્તિ
આવૃત્તિ
નિમિત્ત
સ્વ. પૂજ્યમુનિપ્રવરશ્રી ધર્મકીર્તિવિજય જૈનગ્રાહ્મળ શ્રેણિ-૧ : શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય (અનુવાદ) : સ્વ. પૂજ્યમુનિપ્રવરશ્રી ધર્મકીર્તિવિજયજૈનગ્રંથમાળા મનોજ પી. શેઠ ન્યુ જૈનસ્વીટમાર્ટ, ધ્રાંગધ્રા દરવાજા બહાર હળવદ - ૩૬૩૩૩૦ (સૌરાષ્ટ્ર) : પ્રથમ, વિ. સં. ૧૯૮૪ : બીજી, વિ. સં. ૨૦૬૪
નકલ-૫૦૦ : સૂરિરામચન્દ્રના સુવિનીતવિયરત્ન સચ્ચારિત્રપાત્રવર્ધમાનતપોનિધિ
સ્વ.પૂજ્યપાદ પંન્યાસ પ્રવર શ્રી કાંતિવિજયજી ગણિવરના વિનેયરન પટ્ટધરરત્ન વાત્સલ્યવારિધિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય નરચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના ૧૨ વર્ષીય નિર્મળ સંયમજીવનની અનુમોદના રૂા.૧૦૦.૦૦(પુસ્તક વેચાણ માટે નથી. જ્ઞાનખાતામાંથી પ્રકાશિત થયેલ
હોવાથી પૂ. સાધુ/ સાધ્વીજી મ.સા. તથા જ્ઞાનભંડારોને સાદરભેટ. ગૃહસ્થોએ છાપેલી કિંમત જ્ઞાનખાતે જમા કરાવીને માલિકી કરવી.)
મૂલ્ય
પ્રાપ્તિસ્થાન (૧) મનોજ પી. શેઠ
(૨) અમૃતભાઈ કે. શેઠ ન્યુ જૈન સ્વીટમાર્ટ,
કડિયાવાસ, રાધનપુર ધ્રાંગધ્રા દરવાજા બહાર
જી. પાટણ -૩૮૫૩૪૦ હળવદ ૩૬૩૩૩૦. (સૌરાષ્ટ્ર) (૩) દીપકભાઈ જી. દોશી
(૪) મયૂરભાઈ દવે, કાપડના વેપારી, દેપાળાવાડ સામે,
જૈન જ્ઞાન ભંડાર,મહારાષ્ટ્રભુવન, પોસ્ટથી મંગાવવા માટે વઢવાણથી મંગાવવું
• મુદ્રક • વર્ધમાન પુસ્તક પ્રકાશન, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪. Diણ ફોન: ૦૭૯-૨૨૮૬૦૭૮૫, મો. ૯૨૨૭૫૨૭૨૪૪
છે.
એ
Page #4
--------------------------------------------------------------------------
________________
प्रस्तावना-१
ॐ अ॥ विदितमेतज्जिनशासने द्रव्यानुयोग-गणितानुयोग-चरणकरणानुयोग-धर्मकथानुयोगा भिधानुयोगचतुष्टयम् । तत्रापि सद्धर्मावाप्तौ धर्मकथानुयोग एव प्राय सर्वभव्यजीवोपकारकः सर्वतीर्थकराणामपि देशनादौ तथाप्रवृत्तत्वात्, धर्मकथानुयोग एव च शेषानुयोगत्रिकस्यापि तत्तत्प्रसङ्गानुसारतस्तत्तत्स्थाने सरलतया प्रदर्शितत्वात् । अत एव प्रचुरतरा ग्रन्था एतद्विषयाः प्रभूततरैराचार्यवग्रंथिता दरीदृश्यन्ते, तेषु चायमेकतमो धर्मकल्पद्रुमनामा विरचित आगमगच्छविभूषणैः श्रीउदयधर्मगणिभिः । पूज्याश्चैते कदा कुत्र चेमं निर्मितवन्तः कांस्कांश्चान्यानित्यादि किं जन्मभूम्यादि चेति जिज्ञासव एव वयं नोपलब्धवन्त इह प्रशस्त्यभावादन्यत्र तददृष्टत्वाच्च, अल्पतरा गुरुपरम्परा च ग्रन्थान्ते तैरेव लिखित्वाज्ज्ञायत एवेति। See
सान्वर्थस्यास्य धर्मकल्पद्रुमस्य चतस्रः शाखा अष्टौ पल्लवाश्च वर्तन्ते । तत्रादौ ग्रन्थारम्भे प्रथमपल्लवे श्रीआदिनाथ-शान्ति-नेमि-पार्श्व-वीराणामन्येषां च तीर्थकृतां गौतमगणधरस्य वाग्देव्याश्च स्मरणादिपुरस्सरं मङ्गलं कृत्वा धर्मस्य माहात्म्यं मिथ्याधर्मस्य चानुपादेयत्वं विस्तरेण दर्शितम् । दानादिधर्मस्य पुष्ट्यर्थं प्रतिपल्लवं प्रासङ्गिककथानकानि स्थाने स्थाने स्वपरसमयोक्तसुभाषितश्लोकाश्च प्रभूततरा लिखिताः प्राकृतकाव्यानि भाषाकाव्यान्यपि च । प्रतिपल्लवं चादौ संक्षिप्तमङ्गलमपि कृतमस्ति । दानादिस्वस्वशाखावर्णनप्रसङ्गे तत्तद्धर्म एकान्तहितसाधकत्वेन दृढीकृतः । तत्र दानधर्माभिधा प्रथमशाखा पल्लवत्रयेण विस्तृता । शीलधर्मनाम्नी द्वितीयशाखा चतुर्थ-पञ्चमपल्लवाभ्यां पल्लविता । तपोधर्माख्यतृतीयशाखायां एक एव षष्ठः पल्लवः, भावनाधर्माभिधचतुर्थशाखायां च सप्तमाष्टमौ पल्लवौ रचितौ ।चतुर्ध्वपि धर्मेषु चतस्रो मुख्यकथा अवान्तरप्रासङ्गिककथासहिताः कथिताः, ताश्चानुक्रमणिकातो ज्ञेयाः।
यद्यप्यस्मिन् ग्रन्थे नास्ति कोऽपि प्रधानो रसो धर्मरसं विना, नास्ति तादृशोऽलङ्कारगणो नास्ति च तादृशो वर्णनाधिकार: काठिन्यचमत्कृतियुतस्तथापि सरलभाषया कथारसो धर्मरसश्चैव तादृशः पोषितो येन संस्कृतभाषाभ्यासिनां धर्मजिज्ञासूनां चायं ग्रन्थो महोपकारी स्यादिति निश्चयः।
अयं ग्रन्थः पुरा विक्रमार्क १९७३ वर्षे 'गुजराती' मुद्रणालये श्रेष्ठि श्रीदेवचन्द्र लालभाई जैन पुस्तकोद्धारसंस्थया मुद्रापितः, तथापि तस्मिन् सत्साधनाभावेन स्थाने स्थाने बहवः स्खलना दृष्ट्वा श्री विजयधर्मसूरीश्वरशिष्येण पन्यास प्रवर श्रीभक्तिविजयेन
प्रूफवाचकस्य च प्रमादादिना सम्भवेत् स्खलना । तत्सर्वं विद्वद्भिः सद्भिः क्षमाधनैः शोधयित्वा ज्ञापनीयं, यथा पुनरावृत्तिसमये दत्तावधाना भवेयम्।इति शम्॥ संवत् १९८४ कार्तिका पूर्णिमा
श्री जैनधर्मप्रसारक सभा, भावनगर
प्रकाशित प्रतेरुद्धृता
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના-૨
આ શ્રી ધર્મકલ્પદ્રુમગ્રંથ ખરેખરો કલ્પવૃક્ષ સમાન છે. જે બંધુ તે મૂળ ગ્રંથ અથવા તેનું ભાષાંતર લક્ષપૂર્વક વાંચે, તેની અંદર વારંવાર આવતી કેવળી ભગવંતની અથવા આચાર્ય મહારાજની દેશનાઓ હૃદયમાં ઉતારે તે અવશ્ય મનવાંચ્છિત મેળવી શકે તેમછે.
જૈનશાસ્ત્રો ચાર અનુયોગમાં વહેંચાયેલા છે. તે પૈકી ધર્મકથાનુયોગમાં આ ગ્રંથનું સ્થાન છે, પરંતુ મારી માન્યતા પ્રમાણે તેમાં આ ગ્રંથ ઉચ્ચ કોટીમાં આવી શકે તેવો છે. સંસ્કૃતના અભ્યાસી માટે તો ખાસ કરીને સંસ્કૃત જ વાંચવા લાયક છે. કારણકે તેમાં પ્રાસંગિક-પ્રાસ્તાવિક શ્લોકો અને માગધી ગાથાઓ ઘણી અસરકારક મૂકેલ છે. આ સંસ્કૃત ગ્રંથ પ્રથમઝવેરી દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ તરફથી છપાયેલ પણ તેમાં અશુદ્ધિની સ્ખલના વિશેષ હોવાથી અને લભ્ય પણ ન થતો હોવાથી પંન્યાસજી શ્રી ભક્તિવિજયજીની પ્રેરણાથી તેમના ઉપદેશથી મળેલી આર્થિક સહાયને લઈને શાસ્ત્રી જેઠાલાલ હરિભાઈ કે તેઓ જૈનશાસ્ત્રના સારા અનુભવી થઈ ગયેલા છે તેમની પાસે શુદ્ધ કરાવીને અમે છપાવી પ્રસિદ્ધ કરેલ છે. કિંમત રૂા. ૧-૮-૦ રાખી છે. અમારી સભામાંથી તે મળી શકે છે.
આ તે ગ્રંથનું ભાષાંતર છે.પણ અક્ષરશઃ ભાષાંતર ન કરતાં કાંઈક ગુજરાતી ભાષામાં વાક્યરચના ઠીક લાગે - વાંચનારને રસ પડે એમધારી કેટલોક ફેરફાર કર્યો છે, પરંતુ તેમાં કર્તાના આશયને બદલાવા દીધો નથી. મારું સંસ્કૃત ભાષાનું જ્ઞાન સ્વલ્પ હોવાથી આ ભાષાંતર કાંઈ સ્ખલના જણાય તો તેને માટે હું પ્રારંભમાં જ ક્ષમાયાચના કરી લઉં છું.
આ ભાષાંતર કરવાનો મને સ્વતઃ ઉત્સાહ જાગૃત થવાથી મેં કરેલું છે અને તે પ્રગટ કરવા માટે રાણપુરનિવાસી ઉદારદિલના ગૃહસ્થ શેઠ શ્રી નાગરદાસ પુરુષોત્તમદાસને જણાવતાં તેમણે તે વિચારને પુષ્ટિ આપવાથી આ ભાષાંતર વાંચકોના હાથમાં મૂકવાને અમારી સભા ભાગ્યશાળી થયેલ છે. આ સંબંધમાં સહાયક નાગરદાસભાઈને ધન્યવાદ ઘટે છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથમાં દાન, શીલ, તપ ને ભાવ-એ ચાર પ્રકારના ધર્મનું ધર્મરૂપ કલ્પવૃક્ષની ચાર શાખા તરીકે વર્ણન કરેલું છે તે ધર્મના ઉપદેશદાતા શ્રીમહાવીર પરમાત્મા છે. તેમણે ક્ષત્રિયકુંડ ગ્રામે પોતાની જન્મભૂમિએ) પધારી બાર પર્ષદા સમક્ષ એનો ઉપદેશ આપેલો છે. ચારે શાખામાં ચારે પ્રકારના ધર્મનું સ્વરૂપ કહેલ છે. તે ધર્મનું આરાધન કરનાર ચાર મહાપુરુષનાદેષ્ટાંતનો નિર્દેશ કરતાં તે દૃષ્ટાંત કહેવાની પ્રાર્થના કરનાર દાનધર્મ માટે હસ્તિપાળ રાજા, શીલધર્મ માટે નંદીવર્ધન રાજા, તપધર્મ માટે શ્રી ગૌતમસ્વામી અને ભાવધર્મ માટે શ્રી સુધર્માસ્વામી ગણધર છે. તેમની પ્રાર્થનાથી આસન ઉપકારી શ્રીપરમાત્માએ તે ચારે ધર્મઉપર ચાર કથા સવિસ્તાર પ્રરૂપેલી છે.
આ ચાર કથાની અંતર્ગત બીજી અનેક કથાઓ ઘણી અસરકારક આપવામાં આવી છે. તે અનુક્રમણિકામાં બતાવેલ હોવાથી અહીં ફરીને ઉલ્લેખ કરવામાં આવતો નથી, પરંતુ તે સર્વે કથાઓ જુદી જુદી પણ ખાસ વાંચવાલાયક છે. દરેક કથામાં મુનિરાજનો ઉપદેશ તો આવે જ છે અને તેમાં જુદા જુદા વિષય પર ઉપદેશ આપેલો છે. તે દરેક દેશનાઓ પણ ખાસ વાંચવાલાયક છે.
પ્રારંભમાં મંગલ કર્યા બાદ કર્તાએ, ધર્મનું સામાન્ય સ્વરૂપ કહીને શ્રી મહાવીર પરમાત્મા ક્ષત્રિયકુંડ ગ્રામે પધારતાં ત્યાં હસ્તિપાળ રાજા, શ્રેણિક રાજા અને નંદીવર્ધન (બંધુ) રાજા વંદન કરવા આવે છે. તેમની સમક્ષ વિશેષ પ્રકારે ધર્મનું સ્વરૂપ શ્રી વીર- પરમાત્માએ કહ્યું છે. આ પ્રમાણેના પીઠબંધ ઉપર આ ધર્મકલ્પદ્રુમની રચના અથવા ધર્મરૂપ પ્રાસાદની ઘટના કરવામાં આવી
છે.
આ ગ્રંથમાં પ્રસંગે પ્રસંગે તપોવિધાન, સ્વપ્ર સ્વરૂપ, ચક્રવર્તીની ઋદ્ધિનું વર્ણન, ભાવનાઓનું સ્વરૂપવગેરે વધારે વિસ્તારથી આપેલ છે. બુક વાંચવી શરૂ કર્યા પછી મૂકવી ગમે તેમ
નથી.
આ ભાષાંતરમાં પેલી શાખાએ પૃષ્ટ ૭૪ ને પલ્લવ ૩ રોકેલા છે, બીજી શાખાએ પૃષ્ટ ૭૫ થી ૧૩૭ને પલ્લવ બેરોકેલા છે, ત્રીજી શાખાએ પૃષ્ટ ૧૩૮ થી ૧૭૦ ને પલ્લવ એક રોકેલો છે ને ચોથી શાખાએ પૃષ્ટ ૧૭૧ થી ૧૦૮ ને પલ્લવ બે રોકેલા છે. એમ એકંદર પૃષ્ટ ૨૦૮ ને પલ્લવ ૮
Page #7
--------------------------------------------------------------------------
________________
આ ચાર પ્રકારનો ધર્મ એવો છે કે તેમાંથી એક પ્રકારનો ધર્મ પણ આરાધ્યો છતો આ સંસારમાંથી પાર ઉતરવાને સમર્થ છે. તો પણ તે ચારમાં ભાવધર્મનું પ્રધાનપણું છે, કારણકે દાન, શીલને તપ-એ ત્રણ પ્રકારનો ધર્મભાવસહિત હોય તો જ ફળદાયક થાય છે.
આ મૂળ ગ્રંથના કર્તા આગમિક ગચ્છવાળા શ્રી ઉદયધર્મગણિ છે. તેઓ ક્યારે થયા? આ ગ્રંથ ક્યારે રચ્યો? ક્યાં રહીને રચ્યો? વગેરે હકીકત લભ્ય થઈ શકી નથી. માત્ર આ ગ્રંથના પ્રાંત ભાગે તેમણે આપેલી પ્રશસ્તિમાં જેટલું જણાવ્યું છે તેટલું જ લભ્ય છે.
આ સંબંધમાં અમે વિશેષ પ્રયાસ પણ કરી શક્યા નથી. ઐતિહાસિક વિષયના વેત્તાઓ આ સંબંધમાં વિશેષ પ્રકાશ પાડશે તો અમે માસિકદ્વારા પ્રગટ કરશું.
પ્રાંતે આ ભાષાંતરમાં મતિદોષાદિકારણથી કાંઈ પણ સ્કૂલના થઈ હોય તો તેને માટે ક્ષમા ઇચ્છી આ ટૂંકી પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે અને આ ભાષાંતરનો લાભ જેમ બને તેમવધારે જૈન બંધુઓ લે અને તેને હૃદયમાં ઉતારી આત્મહિત કરે એમઇચ્છી તેને માટે પરમાત્મા પાસે પ્રાર્થના કરવામાં આવે છે. તથાસ્તુ
દ્ધિ.શ્રાવણ શુદિ૯.
સં. ૧૯૮૪.
કુંવરજી આણંદજી. શ્રી જૈનધર્મપ્રસારક સભાના પ્રમુખ
પ્રથમવૃત્તિમાંથી સાભાર
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના-૩
સંપાદક : પૂ.આ.ભ. શ્રી મુનિચન્દ્રસૂરીશ્વરજી મ.સા.
ધર્મ-કલ્પદ્રુમ (લ. વિ. સં. ૧૫૦૦) આ ૪૮૧૪ શ્લોક જેવડા ગ્રંથાગ્રવાળી પદ્યાત્મક કૃતિના કર્તા ઉદયધર્મ છે. એઓ ઉપાધ્યાય મુનિસાગરના શિષ્ય થાય છે. એમણે આ કૃતિ ‘આગમ’ ગચ્છના આનંદપ્રભસૂરિના પટ્ટધર આનન્દનસૂરિના રાજ્યમાં રચી છે. આ આઠ પલ્લવમાં વિભક્ત છે. એમાં પદ્યોની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે ઃ
૩૪૦, ૫૨૫, ૬૪૪, ૪૫૭, ૮૬૭, ૬૨૮,૪૮૦અને ૩૮૭.
આમઆમાં ૪૩૨૮ પદ્યો છે.
વિષય—આ સમગ્ર કૃતિ દાન, શીલ તપ અને ભાવ એ નામની ચાર શાખામાં વિભક્ત કરાઈ છે. પલ્લવ ૧-૩, ૪-૫, ૬ અને ૭-૮નો એ ચાર શાખા સાથે અનુક્રમે સંબંધ છે. પ્રારંભમાં ધર્મના માહાત્મ્યનું અને મિથ્યાત્વની અનુપાદેયતાનું નિરૂપણ છે. ત્યારે બાદ દાનાદિ ચતુર્વિઘ ધર્મનું સ્વરૂપ કથાઓ દ્વારા સમજાવાયું છે. એમાં સ્વપરસમયનાં અનેક સુભાષિતો અવતરણરૂપે અપાયાં છે. એ પૈકી ઘણાંખરાં સંસ્કૃતમાં છે, કેટલાંક પાઈયમાં છે અને કોઈ કોઈ ગુજરાતીમાં છે. સમાનનામક કૃતિઓ—પૂર્ણિમા’ ગચ્છના ધર્મદેવ ધર્મ-કલ્પદ્રુમ નામની કૃતિ વિ. સં. ૧૬૬૭માં રચી છે. આ ઉપરાંત આ નામની કૃતિ વિ. સં. ૧૬૬૭માં રચી છે. આ ઉપરાંત આ નામની બે અજ્ઞાતકર્તૃક કૃતિઓ પણ છે.
૧. આ કૃતિ “દે. લા. જૈ. પુ. સં” તરફથી વિ. સં. ૧૯૭૩માં છપાવાઈ હતી પરંતુ એમાં પુષ્કળ અશુદ્ધિઓ જણાતાં “જૈ. ધ. પ્ર. સ.’” તરફથી સંસ્કૃત વિષયાનુક્રમસહિત એની બીજી આવૃત્તિ વિ. સં. ૧૯૮૪માં પ્રકાશિત કરાઈ છે. એના આધારે પદ્યોની સંખ્યા વગેરે મેં અહીં આપેલ છે. વિશેષ માટે જુઓ ઢ.ઢ.. ભા. ૬૫પૃ.૪૨૯.
૨. વિ.સં. ૧૫૦૭માં વાક્યપ્રકાશ રચનારનું નામપણ ઉદયધર્મ છે. એઓ ‘તપા’ ગચ્છના રત્નસિંહસૂરિના શિષ્ય થાય છે. વાકચપ્રકાશ વગેરેને લગતી માહિત મેં જૈ.સં.સા.ઈ. (ખંડ ૧, પૃ. ૫૦-૫૧)માં આપી છે. ૩. જિ.૨.કો. (વિ. ૧, પૃ. ૧૮૮)માં નવપલ્લવનો ઉલ્લેખ છે પણ ‘જૈ. ધ. પ્ર. સ.’’ દ્વારા મુદ્રિત કૃતિમાં તો આઠ જ પલ્લવ છે. શું જિ. ૨. કો. નો ઉલ્લેખ ભ્રાંત છે?
જૈનસંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાર. ૨ પેજ ૧૦૫ કર્તા-હીરાલાલ રસીકલાલ કાપડીયા
Page #9
--------------------------------------------------------------------------
________________
प्रस्तावना-४
धर्मकल्पद्रुम : यह नौ पल्लवों में विभक्त बृहत् कथा कोष है ग्रन्थान ४८१४ श्लोक प्रमाण है, इसमें अनेकों रोचक कथाएँ दी गई है।
रचयिता एवं रचनाकाल-इसकी रचना मुनिसागर उपाध्याय के शिष्य उदयधर्म ने आनन्दरत्नसूरि के पट्टकाल में की थी, आनन्दरत्न [ सूरि] आगमच्छीय आनन्दप्रभ [ सूरि] के प्रशिष्य और मुनिसागर के शिष्य थे, मुनिसागर के शिष्य उदयधर्म का और पट्टधर आनन्दरत्न [ सूरि] का पता साहित्यिक तथा पट्टावलियों के आधारसे लगाने पर भी नहीं चल सका इसलिए रचनाकाल बतलाना कठिन है, जर्मन विद्वान् विण्टरनित्स का अनुमान है कि ये १५वीं शती या उसके बाद के ग्रन्थकर्ता है।
धर्मकल्पद्रुम नाम की अन्य रचनाएँ भी मिलती है उनमें दो अज्ञातकर्तृक हैं एक का नाम वीरदेशना भी है।अन्य दो में से एक के रचयिता धर्मदेव है जो पूर्णिमागच्छ के थे और उन्होंने इसे सं०१६६७ में रचा था, दूसरे का नाम परिग्रह प्रमाण है, और यह एक लघु प्राकृत कृति है। इसके रचयिता धवलसार्थ( श्राद्ध-श्रावक) है। १. जिनरत्नकोष पृ० १८८ देवचन्द्र लालभाई पुस्तकोद्धार ग्रन्थाङ्क ४० बम्बई सं० १९७३, द्रष्टव्य-हेर्टल का
लेख०Z.D.M.G भाग६५ पृ० ४२९ प्रभृति। २. विण्टरनित्स, हिस्ट्री आफ इन्डियन लिटरेचरभाग २, पृ०५४५
३. जिनरत्नकोश पृ० १८८-१८९
- जैन साहित्य का बृहत् इतिहास भा० ७ पृ० २६०-१
Page #10
--------------------------------------------------------------------------
________________
FOR MORE NEUE (U
६
अष्ट महाप्रातिहार्य सह भावों के विचार सुने
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
" निमित्तमात्रोहम्
અનંત ઉપકારી અનંત કરુણા સાગર શ્રી અરિહંતપરમાત્માઓ પૂર્વના ત્રીજાભવમાં “સવિજીવકરું શાસનરસી’’ એવી ભાવનાના પ્રતાપે તીર્થંકરનામકર્મ બાંધે છે. અને વીશસ્થાનક તપની ઉત્કૃષ્ટ આરાધના કરવા દ્વારા તે તીર્થંકર નામકર્મ નિકાચિત કરી સંયમની સાધના આદિ દ્વારા વૈમાનિક દેવલોકમાં (ક્વચિત્ જ નરકમાં) પધારે છે. ત્યાં પણ વિરક્તભાવે દૈવીભોગો ભોગવી ત્યાંથી ચ્યવી નિર્મળ ત્રણજ્ઞાનના સ્વામી એવા તે રાજકુલમાં અવતરે છે. ત્યાં પણ વિરક્તભાવે ભોગાવલી કર્મો ભોગવવાના હોય તો ભોગવી અન્તે સર્વસંગનો ત્યાગ કરી પરમાત્મા સંયમસામ્રાજ્યનો સ્વીકાર કરે છે. ત્યારે ચોથું મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યારબાદ કર્મજન્ય પરિષહ-ઉપસર્ગોને સહન કરતાં કરતાં યથાસમયે ચાર ઘાતીકર્મોનો ક્ષય કરી પરમતારક પરમાત્મા કેવળજ્ઞાન- કેવલદર્શનને પામે છે. તેના દ્વારા પરમાત્મા જેટલું જાણે છે ને જુએ છે તેનો અનંતનો ભાગ જ કહી શકે છે અને જેટલું કહે છે તેનો અનંતમો ભાગ જ શ્રીગણધરભગવંતો સૂત્રનિબદ્ધ કરે છે.
પ્રસ્તુત ચરિત્રમાં ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન્ શ્રીમહાવીરસ્વામી પ્રભુ કેવલીપણે વિચરતાં વિચરતાં દેશ-નગર-ગામને પાવન કરતાં કરતાં અનુક્રમે પોતાની જન્મભૂમિએવા ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થવન ઉદ્યાનમાં પધારે છે. ચારે નિકાયના દેવો આવીને ભૂમિશુદ્ધિ કરવા દ્વારા યોજનપ્રમાણ સમવસરણની રચના કરે છે.
ત્યારે ઉદ્યાનપાલક શ્રીનંદિવર્ધન મહારાજાને અત્યંત આનંદદાયક વધામણી આપવા જાય છે વધામણીના આનંદદાયક સમાચાર સાંભળતા જ મહારાજા સિંહાસન ઉપરથી ઊભા થઈ જાય છે એકદમઆનંદિત-આનંદિત બની જાય છે. ત્યારે મુગટ સિવાયના તમામઅલંકારો ઉદ્યાન પાલકને પ્રીતિદાનરૂપે સમર્પણ કરે છે. અને તુરત જ પરિવાર-નગરજનો-સેના આદિથી પરિવરેલા મહારાજા પોતાના લઘુબંધુ અને ત્રણલોકના નાથ એવા શ્રીપરમાત્માને વંદન કરવૉ ઉદ્યાનમાં પધારે છે. ત્યાં જઈને પંચાભિગમ સાચવવા પૂર્વક શ્રીપરમાત્માની સુમધુર કંઠે સ્તવના કરે છે. ત્યારબાદ પરમાત્મા શ્રીમહાવીરદેવ ૬૪૦૦૦ રાગ-રાગિણી યુક્ત માલકોષ રાગમાં અર્ધમાગધી ભાષામાં સર્વભાષાનુગામી દેશનામાં ધર્મના મૂળભૂત ચાર પાયા સ્વરૂપ દાન-શીલ-તપ-ભાવ ધર્મનું વિસ્તારથી વર્ણન કરે છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
તેવા સમયે પ્રત્યેક ધર્મની આરાધના કોણે કેવા ભાવથી કરી તે સાંભળવાની જિજ્ઞાસાથી પ્રેરાઈને સૌપ્રથમશ્રી હસ્તિપાલરાજાની વિનંતિથી પ્રભુએ દાનધર્મ ઉપર શ્રીચંદયશારાજા અને ધર્મદત્તવણિકની સુંદર વિસ્તૃત કથા કહી, ત્યારબાદ શ્રીનંદિવર્ધનરાજાની વિનંતિથી પ્રભુએ શીલધર્મ ઉપર રત્નપાળનૃપ-શૃંગાર સુંદરીની વિસ્તારથી કથા કહી. ત્યારબાદ પ્રથમગણધર શ્રીગૌતમસ્વામીની વિનંતિથી પરમાત્માએ તપધર્મ ઉપર પુરુષોત્તમરાજાનું ચરિત્ર ફરમાવ્યું અને છેલ્લે પંચમગણધર શ્રીસુધર્મા-સ્વામીની વિનંતિથી ભાવધર્મ ઉપર શ્રીચન્દ્રોદય રાજાની કથા કહી સંભળાવી. વચ્ચે વચ્ચે અવાંતર કથાઓ પણ કહી સંભળાવી....
આગમગચ્છીય પૂજ્ય ઉપા. ઉદયધર્મ ગણિવરે તે કથાઓ ખૂબ જ રોચક અને હૃદયંગમશૈલીથી ગુંથીને શ્રીધર્મકલ્પદ્રુમમહાકાવ્યની રચના કરેલ છે. આ ચરિત્રનો સામાન્ય પરિચય ચાર પ્રસ્તાવનાઓ તથા અનુક્રમણિકામાં આપેલ છે. એટલે સવિશેષ લખવાનું રહેતું નથી. પ્રસ્તુત ચરિત્રમાં રત્નપાળચરિત્ર બતાવેલ છે તેવાચનાચાર્યશ્રી સોમમંડનગણિએ—શ્લોક પ્રમાણ સ્વતંત્ર ચરિત્રની રચના કરેલ છે. તો છઠ્ઠા પલ્લવમાં ધનપ્રિય વણિકનું દૃષ્ટાંત છે તેમાં તેને જંબૂદેવની આરાધનાથી ઘણાવર્ષે પારણું બંધાય છે. પણ પૂર્વભવના કર્મોદયે વ્યંતરી દેવી સર્પાકૃતિ રૂપે પુત્ર બનાવે છે અને આ ૨૦વર્ષ સુધી આ રીતે જ રહેશે તેમજણાવે છે. તે સાંભળી તે પુત્ર સર્પને કરંડીયામાં રાખીને દૂધ આદિ દ્વારા તેને ઉછેરીને મોટો કરે છે જ્યારે ૨૧ વર્ષનો થયો ત્યારે તે મનુષ્ય તરીકે બને છે. આવા વખતે તેની ગતિ તિર્યંચ ગણાય અને આયુષ્ય મનુષ્યગતિનું ભોગવાય.
આવો જ એક પ્રસંગ વિ. સં. ૨૦૬૩ ના ચૈત્ર સુદ ૧૫ આસપાસના રાજકોટના સાંધ્ય દૈનિક અકિલામાં છેલ્લાપાને બિહારમાં એક મહિલાએ દોઢ ફૂટ મૃત સર્પને જન્મઆપેલ તેનો ફોટો છપાયેલ. જૈનશાસનને સમજેલાને આવા દૃષ્ટાંતો વાંચવા—સાંભળવાથી કાંઈ જ આશ્ચર્ય થાય નહિ પરંતુ ‘“ ર્માં વિચિત્રા ગતિઃ '' કર્મની ગતિ ખૂબ જ વિચિત્ર છે. એમલાગ્યા વિના ન જરહે.
આ મહાકાવ્યનો ગૂર્જરાનુવાદ સુશ્રાવક કુંવરજી આણંદજી એ ઘણા વર્ષો પૂર્વે કરેલ, તે વિ. સં. ૧૯૮૪માં જૈનધર્મ પ્રસારક સભાએ પ્રકાશિત કરેલ. તે બે વર્ષ પૂર્વે વાંચવામાં આવતા ખૂબ જ ગમી ગયેલ. ત્યારે તે પુસ્તકની પરિસ્થિતિ ઘણી જીર્ણ હતી તેથી લાગ્યું કે આનુ પુનઃ પ્રકાશન થાય તો?
Page #14
--------------------------------------------------------------------------
________________
. આ વાત મેં મારા પરમ કલ્યાણમિત્ર પૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રી હેમપ્રભવિજયજી મ.સા.ને જણાવતા તેઓશ્રીએ મારાવડીલગુરુબંધુ અધ્યાત્મયોગી નમસ્કારમહામંત્રારાધનાનિષ્ઠ સ્વ. પૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રી ભદ્રંકરવિજયજી ગણિવર સાહેબના પરમકૃપાપાત્ર અને પોતાના વડીલ ગુરુ બંધુ સૌજન્યમૂર્તિ અજોડ સમતાધારક પૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રી વજસેનવિજયજી મ.સા. વાત જણાવતા. તેઓશ્રીએ મારા ઉપર મહાન ઉપકાર કરીને પોતાની નાદુરસ્ત તબીયતમાં અને શાસનના અનેકવિધકાર્યોની વ્યસ્તતામાં પણ પોતાના સહવત મહાત્માઓ તથા સાધ્વીજી ભગવંતો પાસે વાક્યરચનામાં સામાન્ય ફેરફાર આદિ સાથે પૂફ શુદ્ધિવગેરે કરાવી આપેલ. તે ઉપકાર તેઓશ્રીનો ભૂલાય તેવો નથી.
મારા. ભવોદધિતારક પરમારાથ્યપાદ પરમતારક ગુરુદેવ સ્વ. પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા મારા જ્ઞાનદાતા ગુરુદેવ વાત્સલ્યવારિધિ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્વિજય નરચન્દ્રસૂરીશ્વરજી મ.સા. તથા મારી દીક્ષાદાતા ગુરુદેવ પ્રસિદ્ધ પ્રવચનકાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજયશ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મ.સા.ની કૃપાબળે અને પ્રાચીન સાહિત્યોદ્ધારક પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા મારા પરમકલ્યાણમિત્રપૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રી હેમપ્રભવિજયજી મ.સા.ના માર્ગદર્શનથી આ સંપાદન કાર્ય થયું છે. જોકે આમા હું તો નિમિત્તમાત્ર જ છું ખરેખરા યશના ભાગીદારનો મારા પરમકલ્યાણમિત્ર પંન્યાસજી મ.સા. છે. પ્રાન્ત આવા અનુપમ અદ્ભુત ગ્રંથના સંપાદન બદલ ભવવિરહપદની પ્રાપ્તિ થાયએ જ શુભાભિલાષા. આ.વદ-૭, વિ. સં. ૨૦૬૪
સુવિશાલગચ્છાધિપતિ પરમતારક ગુરુદેવ સુવિશાલગચ્છાધિપતિ પૂ.આ.ભ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચન્દ્રસૂરીશ્વરજી શ્રી વિજયહેમભૂષણસૂરીશ્વરજી મ.સા.ની મહારાજાનો વિનેય મુનિધર્મતિલકવિજય પ્રથમસ્વર્ગારોહણ માસિક તિથિ ભાભર .
Page #15
--------------------------------------------------------------------------
________________
‘‘ભવવીય મવદ્ચ્: સમર્પયામિ''
સૂરિપ્રેમના પ્રથમપટ્ટાલંકાર સુવિશાલગચ્છાધિપતિ વ્યાખ્યાનવાચસ્પતિ સ્વ. પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના વિનેયરત્ન કલિકાલના ધન્નાઅણગાર સચ્ચારિત્ર પાત્ર સ્વ. પૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રી કાંતિવિજયજી ગણિવરના સુવિનીતપટ્ટધરરત્ન વાત્સલ્યવારિધિ વર્ધમાનતપોનિધિ આશ્રિત ગણહિતચિંતક પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયનરચન્દ્રસૂરીશ્વરજી
મહારાજા......
આપના પુણ્યપસાયે જ્ઞાનયોગમાં યત્કિંચિત્ પ્રગતિ સાધી શક્યો છું તેના જ ફળ સ્વરૂપે આજે આ સંપાદિત શ્રી ધર્મકલ્પદ્રુમમહાકાવ્ય (અનુવાદ) આપના વર્ષીય નિર્મળ સંયમજીવનની અનુમોદનાર્થે આપનું આપના કરકમલમાં સમર્પિત કરતાં ધન્યતા અનુભવુ છું.
- ધર્મતિલક
Page #16
--------------------------------------------------------------------------
________________
// નમામિ નિત્યં ગુરુ પ્રેમ-રામચન્દ્રમ્ |
(ઉદારતા ભર્યો સહકાર
તપસ્વી સમ્રાટ સ્વાધ્યાયોદધિનિમગ્ન પરમસંયમી અજોડ સમતાસાધક સ્વ. પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રાજતિલક સૂરીશ્વરજી મહારાજાના ચરમશિષ્યરત્ન પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી હર્ષતિલક વિજય ગણિવર મ.સા. ના સદુપદેશથી શ્રી આષ્ટા જૈન સંધના જ્ઞાનખાતામાંથી રૂા.૨૫,000/- નો લાભ લેવામાં આવ્યો છે જેની અમો ભૂરિભૂરિ અનુમોદના કરીએ છીએ.
સૂરિપ્રેમના પ્રથમપટ્ટાલંકાર સુવિશાલગચ્છાધિપતિ મહારાષ્ટ્રદેશોદ્ધારક સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના તથા તેઓશ્રીના પટ્ટાલંકાર વાત્સલ્યમહોદધિ સુવિશાલગચ્છાધિપતિ સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજાના અનંત ઉપકારોની સ્મૃતિમાં...
અજાતશત્રુ નમસ્કાર મહામંત્ર તમારાધક અધ્યાત્મયોગી સ્વ. પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરના પટ્ટધરરત્ન હાલારના હિરલા સમતાનિધિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમવિજયકુંદકુંદસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન વર્ધમાન-તપોનિધિ પૂજ્ય મુનિપ્રવરશ્રી નયભદ્રવિજયજી ગણિવરના સદુપદેશથી...
શ્રી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ પ્લોટ નં. ૨૬/ર જવાહરલાલ નહેરુ માર્ગ
ટીંબર માર્કેટ, પૂના (મહારાષ્ટ્ર)ના સહયોગથી આ શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય અનુવાદ ગ્રંથ તેમના જ્ઞાનનિધિમાંથી પ્રકાશિત કર્યો છે તેની અમો ભૂરિભૂરિ અનુમોદના કરીએ છીએ, દરેક શ્રીસંઘો તેમના જ્ઞાનનિધિમાંથી અલભ્ય પ્રાચીન દ્વાદશાંગીને અનુસરતા ગ્રંથોના પ્રકાશન કરતા રહે તેવી શુભેચ્છા...
- સ્વ. પૂજ્યમુનિપ્રવર શ્રીધર્મકીર્તિવિજય
2જૈન ગ્રંથમાળા, હળવદ
A
Page #17
--------------------------------------------------------------------------
________________
|| નમોનમઃ શ્રીગુરુરામચન્દ્રસૂરયો // પૂજ્ય મુનિરાજશ્રી ધર્મતિલકવિજયજી મ.સા.દ્રારા સંપાદિત પુસ્તકોની યાદી
અપ્રાપ્ય અપ્રાપ્ય
અપ્રાપ્ય ટૂંક સમયમાં પ્રકાશિત
અપ્રાપ્ય પ્રાપ્ય પ્રાપ્ય પ્રાપ્ય
પ્રાપ્ય
૧. આચાર્યપદની ગુણગરિમા ૨. શ્રમણ સ્વાધ્યાય સુવાસ | ૩. ભક્તામરકલ્યાણમંદિરસ્તોત્ર સટીક છે ૪. ગુજરાત વિહાર દર્શન (ત્રીજી આવૃત્તિ) ૫. હૃદયપ્રદીપષત્રિશિકા સટીકાનુવાદ ૬. સુસઢચરિત્રગદ્ય સાનુવાદ ૭. પંચસ્તોત્રાણિ સટીક ૮. ઉપદેશપ્રદીપ પદ્ય ૯. નવતત્ત્વસંવેદનપ્રકરણ સટીક ૧૦. સમવસરણસાહિત્યસંગ્રહ ૧૧. સુપાત્રદાનમહિમા+વિધિ આવૃત્તિ-૨ ૧૨. ગૌતમકુલકમ્ સવૃત્તિકમ્ ૧૩. રત્નપાળ નૃપતિચારિત્ર (પદ્ય) ૧૪. પ્રશ્ન પદ્ધતિ સાનુવાદ ૧૫. શતક ચતુષ્ટયમ્ સાનુવાદ ૧૬. ચરિત્રપંચકમુપદ્ય ભાગ-૧ ૧૭. ચરિત્રપંચકમ્ ગદ્ય ભાગ-૨ ૧૮. પૂર્વભવાઃ ભાગ-૧ ૧૯. પૂર્વભવાઃ ભાગ-૨ ૨૦. સ્તુતિ પંચકમ્ સટીકમ્ ૨૧. ધર્મકલ્પદ્રુમમહાકાવ્ય અનુવાદ ૨૨. શ્રાદ્ધગુણવિવરણ સટીક ભાવાનુવાદ
પ્રાપ્ય પ્રાપ્ય પ્રાપ્ય પ્રાપ્ય
પ્રાપ્ય ટૂંક સમયમાં પ્રકાશિત ટૂંક સમયમાં પ્રકાશિત ટૂંક સમયમાં પ્રકાશિત ટૂંક સમયમાં પ્રકાશિત ટૂંક સમયમાં પ્રકાશિત ટૂંક સમયમાં પ્રકાશિત
પ્રાપ્ય ટૂંક સમયમાં પ્રકાશિત
પ્રત
પ્રાપ્ય પ્રાપ્ય પ્રાપ્ય
૧. ગૌતમપૃચ્છા-ગૌતમાષ્ટકમ્ ૨ રૂપસેનચરિત્ર ગદ્ય ૩. જયાનંદ કેવલીચરિત્ર ગદ્ય
પ્રાપ્તિસ્થાન
દીપકભાઈ જી. દોશી કાપડના વેપારી, દેપાળાવાડા સામે, વઢવાણ શહેર, સીટી ૩૬ ૩૦૩૦
Page #18
--------------------------------------------------------------------------
________________
આપ ! ક્યાં શું જોશો
-
w
૧
૩
૧૫
૧૮
૨૦
૨૫.
૨૨.
૩૩
પ્રથમ પલ્લવ:
ધર્મનું સ્વરુપ ચંદ્રયશા રાજા અને ધર્મદત્તની કથા બ્રાહ્મણપુત્રનું દૃષ્ટાંત
કથાચૂડની કથા દ્વિતીય: પલવ:
ચંદ્રયશ અને ધર્મદત્તની કથા ચાલુ... ધનપાલની કથા ચાર રાજકુમારનું દૃષ્ટાંત બપોપટનું દૃષ્ટાંત રત્ન-રાજિલની કથા
ધનાવહશેઠનું દૃષ્ટાંત તૃતીય પલ્લવઃ
ચંદ્રયશ અને ધર્મદનની કથા ચાલુ.. રાજપાળનું દૃષ્ટાંત લક્ષ્મી ભાગ્યને આધીન ધર્મદત્તનો પૂર્વભવ યમુના રાજપુત્રીનું દૃષ્ટાંત વરધવલનું ચરિત્ર ગૌરી-ગાંધારીની કથા
ગૌરી-ગાંધારીનોપૂર્વભવ ચતુર્થ પલ્લવ:
શીલધર્મનું સ્વરુપ શૃંગારસુંદરીનું દૃષ્ટાંત જ્ઞાનગર્ભમંત્રીની કથા નંદાનું દૃષ્ટાંત સૌભાગ્યદીપિકાની કથા
૪૪
४६
૪૯
૫૨
૬૦
૬૯
૭૨
૭૩
૭૫
૮૧
८४
Page #19
--------------------------------------------------------------------------
________________
6
૧૦૪
૧૨૨
૧૨૮
૧૩૫
૧૩૮ ૧૪૧ ૧૪૬
૧પ૦
૧૫૩
૧૫૪
પંચમ પલ્લવ:
શૃંગાર સુંદરની કથા ચાલુ.... વૃદ્ધાકુમારની કથા રત્નમાળાની કથા રત્નપાળનો પૂર્વભવ
વસુદત્તપુત્ર અરુણની કથા ષષ્ટમ પલવઃ
તપમ્પશાખાનું વર્ણન પુરુષોત્તમરાજાની કથા ધીરપુરુષનું દષ્ટાંત સ્વપ્નિલ જોગીની કથા સુશર્મારાણીની કથા દ્વિજપુત્રોની કથા પુરુષોત્તમરાજાનો પૂર્વભવ પુણ્યસારની કથા પુણ્યસારનો પૂર્વભવ
ધનપ્રિયવણિકની કથા સપ્તમ પલ્લવઃ
ભાવધર્મનું સ્વરૂપ ચંદ્રોદય રાજાની કથા બલીરાજાની કથા બળસાર રાજાની કથા
ચંદ્રોદયકુમારનો પૂર્વભવ અષ્ટમ પલ્લવ:
ચંદ્રોદયકુમાર ની ક્યા ચાલુ.... ધૃષ્ટકની કથા
૧૬૧
૧૬૬
૧૬૮
૧૬૮
૧૭૧
૧૭૨
૧૮૧
૧૮૬
૧૮૮
૧૯૦ ૧૯૪
Page #20
--------------------------------------------------------------------------
________________
શિવમસ્તુસર્વજગતઃ ''વીર મને નિનિતમોહતનમ્'
આગમગચ્છીય શ્રી ઉદયધર્મગણિવર વિરચિત
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય
અનુવાદ
પ્રથમ પલ્લવઃ
હે ભવ્યજીવો....!
આ અવસર્પિણીના ચોવીશ તીર્થંકર પરમાત્મામાંથી સર્વપ્રથમ, ત્રીજા આરાને અંતે શાશ્વતસુખને આપનાર ધર્મને જેમણે ઉપદેશ્યો તે પિતા નાભિરાજાના પુત્ર શ્રી ઋષભ જિનેશ્વર તમને હંમેશા શ્રી મોક્ષલક્ષ્મી આપો. ૧.
મેરુપર્વતથી કઈ ગણી ચડિયાતી કાંતિને ધારણ કરનાર અને ભવથી પાર ઉતારનારા શ્રીશાંતિનાથ પ્રભુ શાંતિને આપનારા થાઓ. ૨.
વિશાળ રાજ્યને તજીને અને કામસુભટને જીતીને ચારિત્ર સામ્રાજ્યને અંગીકાર કરનાર શ્રી નેમિનાથ પરમાત્માને ભાવપૂર્વક વંદન કરું છું. ૩.
સકળ જીવોના સર્વદુઃખોને હરનાર અને મનવાંછિતને આપનાર શ્રીજિરાવલ્લિવિભૂષણશ્રીપાર્શ્વનાથ પ્રભુ તમારા આત્માને પવિત્ર કરનારા થાઓ... ! ૪.
પોતાનાથી અધિક પરાક્રમ જોઈને સિંહ પણ લંછનના બહાનાથી જેમની સેવા કરી રહ્યો છે તે શ્રી વીરપ૨માત્મા તમારા વાંછિતને આપનાર થાઓ...! ૫.
કામદેવને જીતનારા બીજા અજિતનાથ આદિ બાવીશ તીર્થંકર પરમાત્માઓ ભવ્યજીવોના હર્ષ માટે થાઓ તથા મોક્ષલક્ષ્મી આપનારા થાઓ. ૬.
કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિંતામણિની જેમ સદાય ચિંતિતને (ઇચ્છિતને) આપનાર શ્રીગૌતમગણધરનું હે ભવ્યજીવો તમે ધ્યાન કરો. ૭.
જેમની કૃપાથી કવીશ્વરો ગ્રંથોને રચી શકે છે તે શાસ્ત્રરૂપી સમુદ્રનો પાર પમાડનારી મા શારદા તમને વરદાન આપનારી થાઓ. ૮.
આ લોક અને પરલોકમાં અનેક પ્રકારના સુખને આપનાર, દુષ્કર્મનો ઘાત કરનાર તથા માતા, પિતા અને સ્વામીતુલ્ય ધર્મ સદા જયવંતો વર્તે. ૯.
Page #21
--------------------------------------------------------------------------
________________
ઇક
A
શ્રી ધર્મલ્પદ્રુમ મહાકાવ્ય જે ત્રણ લોકસ્વરૂપ પૃથ્વીનો સ્વામી છે, જેને જૈનશાસનરૂપ નગર છે, જેના નગરમાં વિનયવાનું, ક્ષમાવાનું અને સદાચારી મનુષ્યો વસે છે, જેનું દઢ એવું જ્ઞાનપીઠ છે, જેની વ્યાખ્યારૂપ શ્રેષ્ઠ વેદિકા છે અને વિચારરૂપ સિંહાસન છે, જેમની ઉપર સમ્મસ્વરૂપ ઉત્તમ છત્ર છે, જેને મનઃશુદ્ધિરૂપ પટ્ટરાણી છે, સુકૃતોદયરૂપ જેને પુત્ર છે, વિવેકશ્રી નામનો જેમને મહાપ્રધાન છે, જેને સિદ્ધાંતરૂપ સંધિકારક છે તથા ચતુર્વિધ સંઘ સ્વરૂપ જેમનું સૈન્ય છે, તેથી જે રત્નત્રયીને આપનાર છે તે શ્રીધર્મભૂપતિ પ્રતિદિન સેવા કરવા યોગ્ય છે. ૧૦થી ૧૩..
જેઓ આ ધર્મરાજાની આજ્ઞાનું પાલન કરે છે તે પ્રાણી આ વિષમ કલિયુગમાં પણ શ્રેષ્ઠ સુખને પામે છે. ૧૪.
જેમાં પૃથ્વી નિર્બીજ હોય, ઔષધિઓ સત્ત્વ વિનાની હોય, બ્રાહ્મણો અયોગ્ય કર્મમાં રત હોય, રાજાઓ અનીતિથી દ્રવ્ય મેળવનારા હોય, નીચ મનુષ્ય મહત્વને પામેલા હોય, સ્ત્રીઓ પતિને છેતરનારી હોય, પુત્રો પિતાનો દ્વેષ કરનારા હોય એવા કળિયુગમાં પણ જેઓ સદાચાર તજતા નથી તેમને ધન્ય છે. ૧૫.
વિષમ કાળમાં પણ ધર્મને નહીં તજનાર પ્રાણી સંસારસમુદ્રનો પાર પામી શકે છે. ૧૬.
ધર્મથી ઉત્તમ કુળમાં જન્મ થાય છે, શ્રેષ્ઠ જાતિની પ્રાપ્તિ થાય છે, દીર્ધાયુ અને બળ પ્રાપ્ત થાય છે, નિરોગીપણું મળે છે, અનિંદ્ય એવું દ્રવ્ય, નિરૂપમ ભોગ, સારી કીર્તિ તથા સદ્ગદ્ધિ પ્રાપ્ત થાય છે અને ધર્મથી જ પ્રાણીને સ્વર્ગ તથા અપવર્ગની પ્રાપ્તિ થઈ શકે છે. ૧૭.
વળી ધર્મ ઉત્તમ મંગળરૂપ છે, મનુષ્યની અને દેવપણાની પ્રાપ્તિ કરાવનાર છે તેમજ મોક્ષ આપનાર છે, ધર્મ બાંધવની જેમ સ્નેહ કરે છે, કલ્પવૃક્ષની જેમ વાંછિતને પૂરે છે, ધર્મ ગુરુની જેમ સગુણોની પ્રાપ્ત કરાવે છે, સ્વામીની જેમ રાજ્ય આપનાર છે, પિતાની જેમ પવિત્ર કરે છે અને વાત્સલ્યથી માતાની જેમ પુષ્ટિ આપે છે. ૧૮.
પ્રાણીનું પુણ્ય નાશ થતાં અર્થાત્ પાપનો ઉદય થતાં ભાઈ, સ્વજન તથા મિત્રો વૈરી જેવું આચરણ કરે છે. ગુણવતી સ્ત્રી પણ સર્પ જેવી થાય છે, મિત્ર પણ દુર્જન જેવો બની જાય છે, ગુણવાનું પુત્ર શત્રુરૂપે થાય છે, ચંદનનું વિલેપન પણ દાહ કરે છે, સારાં વાક્યો પણ કાનમાં શૂળ જેવા લાગે છે અને અર્થ પણ અનર્થરૂપ થાય છે, આ પ્રમાણે પુણ્ય-પાપનું પ્રત્યક્ષ ફળ દેખાતું હોવાથી બુદ્ધિમાનું પુરુષે જેમાં લાભ દેખાય તેવું આચરણ કરવું જોઈએ. ૧૯.
જેઓ પોતે કૃત્યાકૃત્યને જાણે છે તેઓ ઉત્તમ કહેવાય, બીજા દ્વારા સમજે તે મધ્યમ કહેવાય અને કોઈપણ રીતે ન સમજે તે અધમ કહેવાય છે. ૨૦.
જેમ સિંહમાં અને શિયાળામાં, ઘોડામાં અને ગધેડામાં, સુવર્ણમાં ને પીત્તળમાં, હાથીમાં ને પાડામાં, ઇંદ્રનીલ મણિમાં ને કાચમાં, હંસમાં ને બગલામાં, કલ્પવૃક્ષમાં ને કેરડામાં, તેજમાં ને અંધકારમાં તથા દૂધમાં ને છાશમાં મોટું અંતર છે તેમ જિનપ્રણીત ધર્મ અને મિથ્યાધર્મમાં પણ મોટું અંતર છે. ૨૧થી ૨૩.
અમૃત અને કાંજી, મેરુ અને સરસવ, ઐરાવણ અને ઘેટો, સમુદ્ર અને ખાબોચીયું, ગરુડ
Page #22
--------------------------------------------------------------------------
________________
3
પ્રથમ પલ્લવ:
અને મચ્છર, શેષનાગ અને અળશીયું આ બધામાં જેમ મોટું અંતર છે તેમ શ્રી જિનેશ્વરકથિતધર્મમાં અને હિંસાયુક્ત અન્ય ધર્મોમાં મહદ્ અંતર છે. ૨૪-૨૫.
સર્વ ધર્મોમાં ચૂડામણિ તુલ્ય જૈનધર્મ જગતમાં જયવંતો વર્તે છે કારણકે જૈન ધર્મમાં પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય તથા બેઇંદ્રિય વગેરે ત્રસકાય જીવોને પોતાની સદંશ માનીને તેનું બંધુબુદ્ધિથી રક્ષણ કરવામાં આવે છે. ૨૬.
ધર્મ, લક્ષ્મીને આકર્ષણ કરનારી વિદ્યા તુલ્ય છે, દારિદ્રચરૂપી પર્વતનો નાશ કરવા વજ તુલ્ય છે, સુખોને મેળવવામાં કામણ તુલ્ય છે તથા સ્વર્ગ અને અપવર્ગને આપનાર છે. ૨૭. જેમ શય્યાના પ્રમાણાનુસારે જ પગપ્રસારણ થઈ શકે છે તેમ અહીં ધર્મનું માહાત્મ્ય જે કહેવાયું છે તે મારી મતિના પ્રમાણમાં એટલે કે અલ્પ જ કહ્યું છે. ૨૮.
પૂર્વે મા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરનાર શ્રીકવિવરોએ ક્ષીરસમુદ્ર પ્રમાણ ગ્રંથો દ્વારા ધર્મનું મહાત્મ્ય ગાયું છે. તે કવિવરોની સ્પર્ધા કરીને જો હું ગ્રંથ રચવા પ્રયત્ન કરું તો ઉત્તુંગ વૃક્ષના ઉપરના ભાગમાં રહેલ સત્ ફળને પ્રાપ્ત કરવા ઇચ્છનાર વામનની જેમ હાંસીને પાત્ર થાઉં. પ્રવહણ વિના માત્ર પાટીયાને આધારે સમુદ્ર તરવાની ઇચ્છા કરનાર મનુષ્યની જેમ સ્વલ્પબુદ્ધિવાળો હોવા છતાં હું ધર્મની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી પ્રવૃત્તિ કરું છું. પવનમાં ઉડતા પાણીના કણોને ગ્રહણ કરવા ઇચ્છનાર તથા પાણીમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબને ગ્રહણ કરવા ઇચ્છનાર મૂર્ખની જેમ અલ્પજ્ઞાનાભ્યાસી છતાં વાચાળ થઈને નિર્લજ્જ એવો હું નવીન ગ્રંથ રચવાની વાંચ્છા કરું છું. ગુરુના સાંનિધ્યથી અને શ્રી સંઘની અનુમતિથી મુગ્ધજનોને બોધ કરવા માટે આ સુગમ કથાનક રચવા પ્રયત્ન કરું છું. ૨૯થી ૩૪.
હું મૂર્ખપણાથી રચના કરું છું તેથી પંડિત પુરુષોએ મારી ઉપર ક્ષમા કરવી અને દીન એવા મારા પર દયા કરીને તેમણે મારા દોષો પ્રગટ કરવા નહીં. જો કે સજ્જન પુરુષો તો સ્વભાવે જ બીજાના દોષો ઢાંકવામાં તત્પર હોય છે. જગકર્તાએ તેમને આ પૃથ્વીને શોભાવનાર મોતીરૂપે બતાવેલા છે. ૩૫-૩૬.
શાસ્ત્રોના અનુમાનને આધારે હું આ ધર્મકલ્પદ્રુમ નામનો ગ્રંથ રચું છું. પ્રારંભમાં નવપલ્લવિત કલ્પદ્રુમનું અર્થાત્ ધર્મનું વર્ણન કરું છું.
જીવદયા જેનું મૂળ છે, સદાચારરૂપ કન્દ છે, લજ્જાસ્વરૂપ દૃઢ સ્તંભ છે, સદ્બુદ્ધિરૂપી છાલ છે, દાન, શીલ, તપ ને ભાવરૂપ ચાર મુખ્ય શાખાઓ છે, આચાર વિચાર અને વિનયરૂપ સેંકડો પ્રતિશાખાઓ છે, જીવાજીવાદિ નવતત્વો, જિનપૂજાદિ સન્ક્રિયાઓ અને બાર ભાવનાઓરૂપી વિવિધ પત્રો છે, વિવેકાદિ ગુણના સમૂહ સ્વરૂપ નવીન કીસલયોનો સમૂહ છે, સત્પુળમાં જન્મ અને સ્વર્ગના સુખરૂપ જેના પુષ્પો છે તેવા આ ધર્મવૃક્ષનું ફળ તે મોક્ષનું અક્ષયસુખ છે. મિત્ર, પુત્ર, સ્ત્રી, બાંધવો, સ્વજનો, ધન અને ધાન્ય સ્વરૂપ આ વૃક્ષની શીતળ છાયા ગૃહસ્થોને પ્રાપ્ત થાય છે. મનશુદ્ધિરૂપ જળના પૂરથી આ વૃક્ષ વૃદ્ધિ પામે છે. આ વૃક્ષ સદા દીન અને અનાથ પ્રાણીઓરૂપ પક્ષીઓનું આશ્રયસ્થાન છે. જીવો અનેક પ્રકારે આ વૃક્ષના મીઠા ફળોનું
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય આસ્વાદન કરે છે. આ વૃક્ષની સાત ક્ષેત્રરૂપી દોષરહિત શુદ્ધભૂમિ છે. તેથી હે ભવ્યજીવો ! સાંભળો આ ધર્મરૂપી કલ્પવૃક્ષનું પવિત્ર મનથી ધ્યાન કરવું જોઈએ ૩૮થી ૪૬. શ્રેયસ્કારી સૌભાગ્ય, સુંદર યુવતિઓ, વિવિધ વસ્ત્રો, સુંદર હારો, માથે છત્ર, ઓજસ્વી અશ્વો, મદઝરતા હસ્તિઓ, સોનાના પ્રાસાદો, સુખ, લક્ષ્મી, પ્રભુતા, સુવર્ણ જેવી શરીરની કાંતિ, લોકોમાં ઉજ્જવળ કીર્તિ, શ્રદ્ધા અને સદ્ધર્મના માર્ગની પ્રાપ્તિ એ સર્વે ધર્મરૂપી કલ્પવૃક્ષના ફળો છે.
*
સત્તાવીશ નક્ષત્ર યુક્ત ચંદ્રની જેમ સત્તાવીશ ભવ પર્યંત સંસારમાં ભમીને શાશ્વતપદને પામનાર શ્રીવીર પરમાત્મા તમને આત્મ લક્ષ્મીની પ્રાપ્તિ માટે થાઓ. દેવતાવડે રચાયેલા સ્વર્ણ કમળપર ચરણકમળને સ્થાપન કરતા, વસુધાપીઠ પર વિચરતા, ભવ્યજીવોને પ્રતિબોધ કરતા, પૃથ્વીતળને પાવન કરતા શ્રીવીરપરમાત્મા એક વાર ક્ષત્રિયકુંડ ગામે પધાર્યા. ૪૯-૫૦,
અનેક સુર-અસુર અને મનુષ્યોથી યુક્ત અને શ્રીગૌતમાદિ ગણધરોથી સેવાતા પ્રભુ સિદ્ધાર્થવનની ભૂમિમાં સમવસર્યા. ૫૧.
ચારનિકાયના દેવોએ મળીને ત્યાં સમવસરણ રચ્યું, સૂર્યની જેમ પ્રભુ પૂર્વ તરફના સિંહાસન પર બિરાજમાન થયા, ચોસઠે ઇન્દ્રો મળીને દેવદુંદુભિ વગેરે વાજિંત્રો વગાડવા લાગ્યા. પ્રભુનું આગમન જાણીને વનપાળે નંદિવર્ધનરાજાને વધામણી આપતા કહ્યું છે. ‘‘હે સ્વામિન્ ! હું આપને અત્યંત આનંદ સાથે વધાવું છું કે આપણા ઉદ્યાનમાં તમારા બંધુ એવા શ્રીવી૨૫૨માત્મા સમવસર્યા છે.” આવી વધામણી સાંભળીને નંદિવર્ધનરાજાની રોમરાજી વિકસ્વર બની. તેમણે વધામણી આપનાર વનપાળને ૧૨ લાખ સોનૈયા, સુંદર પ્રાસાદ (દક્ષિણામાં આપ્યા) અને સોનાની જીભ આપીને સત્કાર કર્યો. પછી ઉત્સવપૂર્વક નંદિવર્ધનરાજા શ્રીવી૨૫રમાત્માને વંદન કરવા નીકળ્યા. તે સમયે અચાનક અપાપાપુરીથી રાજા હસ્તિપાળ ત્યાં આવ્યા. તથા શ્રીવીર પરમાત્માનું આગમન સાંભળીને હર્ષિત બનેલા મગધેશ્વર શ્રેણિક રાજા પણ ત્યાં આવ્યા. સોનામાં સુગંધની જેમ સર્વેના આગમનથી વિશેષ હર્ષિત બનેલા નંદિવર્ધન રાજા તથા અન્ય પણ રાજાઓ એકત્ર મળીને શ્રીવીરપ્રભુને વંદન કરવા ચાલ્યા. ૫૨ થી ૬૦.
જેમ મધુર ધ્વનિ તત્કાળ પ્રીતિ ઉત્પન્ન કરે છે, સ્ત્રી પણ તત્કાળ પ્રેમ ઉત્પન્ન કરે છે, અગ્નિ તત્કાળ શીતલતા હરે છે તેમ શ્રીજિનેશ્વર ભગવંત પણ તત્કાળ સર્વ પાપોને હરે છે. ૬૧.
ત્રણે રાજાઓએ પાંચ અભિગમ જાળવીને ત્રણ પ્રદક્ષિણા પૂર્વક શ્રીવીરપરમાત્માને વંદન કર્યા અને ભક્તિપૂર્વક શ્રીવી૨૫રમાત્માની સ્તુતિ કરી. ‘‘હે વીતરાગ ! હે ત્રૈલોક્ય દિવાકર ! આપના દર્શનથી આજનું પ્રભાત, આજનો દિવસ મહામંગળકારી તથા મહાકલ્યાણકારી બન્યો છે. આજે અમારા મોહના બંધનો છેદાઈ ગયા છે, રાગાદિ શત્રુઓ જીતાઈ ગયા છે. આજે અમે ભવસમુદ્ર તરી ગયા છીએ. અમને મોક્ષસુખ પ્રાપ્ત થયું છે. હે જિવેંદ્ર ! આપના દર્શનથી અમારું મન પ્રસન્ન થયું છે, અમારા નેત્રો અમૃતકુંડમાં સ્નાન કરવાથી અમૃતથી પૂર્ણ બન્યા છે.’” આ પ્રમાણે સ્તુતિ દ્વારા પોતાના ભવને સફળ કરતા તેઓ યોગ્ય સ્થાને બેઠા. બારે પર્ષદા પોતપોતાને
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પલ્લવ:
યોગ્ય સ્થાને બેઠી. ૬૨ થી ૬૮.
જેના અગ્નિખૂણામાં શ્રીગણધરો-સાધુઓ, વૈમાનિકની દેવીઓ અને સાધ્વીજીઓ હોય નૈઋત્વપૂણામાં જ્યોતિષ-વ્યંતર અને ભુવનપતિની દેવીઓ બેઠેલી હોય, વાયવ્યખૂણામાં ત્રણે પ્રકારના દેવો બેઠા હોય અને ઈશાનખૂણામાં વૈમાનિક દેવો, મનુષ્યો અને તેની સ્ત્રીઓ બેઠેલી હોય તે બારપર્ષદાયુક્ત સમવસરણ તમને પવિત્ર કરો. ૬૯.
શ્રીવીર પરમાત્માએ ચાર મુખે દેશના આપવાનો પ્રારંભ કર્યો. ‘‘હે ભવ્યજીવો ! મનસ્થિર કરીને સારી રીતે સાંભળો, દશ દૃષ્ટાંતે દુર્લભ આ મનુષ્ય ભવ તથા ઉત્તમ કુળ પામીને તેની એક પણ ક્ષણ ફોગટ ન જાય તે માટે ઉત્તમ કાર્ય કરવું જોઈએ. મનુષ્યોએ દિવસના ચાર પ્રહરમાં એવું કાર્ય કરવું જોઈએ કે જેથી રાત્રિમાં નિશ્ચિતપણે સૂઈ શકે, સર્વ અર્થની સિદ્ધિ કરનાર યૌવન પામીને બુદ્ધિવંતોએ એવું કાર્ય કરવું જોઈએ કે જેથી વૃદ્ધાવસ્થા સુખેથી પસાર થાય, આ જન્મમાં એવું સત્કાર્ય કરવું જોઈએ કે જેથી આવતો જન્મ અવશ્ય શ્રેષ્ઠ પ્રાપ્ત થાય, દરવર્ષે વર્ષ દરમ્યાન થયેલા દોષોનું ગુરુ-પાસેથી પ્રાયશ્ચિત્ત લેવું. ગુરુભગવંતે આપેલ પ્રાયશ્ચિત્તનો અમલ કરનાર પ્રાણીનો આત્મા કાચજેવો નિર્મળ બને છે. પ્રતિવર્ષ હર્ષોલ્લાસપૂર્વક ધર્માચાર્યની તથા સાધર્મિકોની પૂજાભક્તિ બુદ્ધિશાળી પ્રાણીએ કરવી. ૭૦થી ૭૫
હે ભવ્યપ્રાણી ! તું સમકિતને અંગીકાર કર, ખોટા આગ્રહને છોડી દે, શ્રીજિનેશ્વરભગવંતને દેવ તરીકે અને સુસાધુને ગુરુ તરીકે સ્વીકાર, અભિમાન ત્યજી દે, નિંદાનો ત્યાગ કર, ઉત્તમ ગુણોથી અન્યને શાંતિ આપ, સજ્જનો સાથે મિત્રતા ક૨, આત્માના સ્વભાવમાં સ્થિર થા, જેથી વહેલી તકે મોક્ષની પ્રાપ્તિ થાય ૭૬ થી ૭૮.
મન, વચન, કાયાની નિર્મળતાવાળો જીવ જ સંસારનો પાર પામી શકે છે. મન જ બંધ તથા મોક્ષનું કારણ છે. વિષયાસક્ત મન બંધનું કારણ છે અને નિર્વિષયી મન મોક્ષનું કારણ છે. માટે જેનું મન શુદ્ધ નથી તેના દાન, પૂજા, તપ, તીર્થસેવા, શ્રુત, સર્વ પણ નિષ્ફળ થાય છે. પરંતુ સ્નેહી સ્વજનમાં અને અપકાર કરનાર શત્રુમાં જ્યારે મન તુલ્યભાવ રાખે છે ત્યારે જ પરમસુખની પ્રાપ્તિ થાય છે, સારા કે ખરાબ શબ્દાદિ વિષયમાં મન એકરૂપે વર્તે છે ત્યારે પરમસુખની પ્રાપ્તિ થાય છે, ગોશીર્ષચંદનના વિલેપનમાં અને ચામડીના છેદમાં ચિત્તવૃત્તિ અભિન્ન બને ત્યારે પરમસુખની પ્રાપ્તિ થાય છે.
સજ્જન પુરુષોની વાણી અમૃત જેવી મીઠી, સૂર્યની જેમ બોધ કરનારી અને જ્ઞાનની જેમ તત્ત્વમાં નિષ્ણાત કરનારી હોય છે.
સજ્જનો સદા સત્ય, કરુણાથી આર્દ્ર, અવિરુદ્ધ, અનાકુળ, ગ્રાહ્ય તથા ગૌરવવાળું વચન બોલે છે. ભોજનની જેમ વચન પણ હિત, મિત, પ્રિય, સ્નિગ્ધ મધુર અને પરિણામ જનક બોલવું. દેહ સર્વઅશુચિનું સ્થાન, વિનાશી અને કૃતઘ્ન હોવાથી આ દેહને સંસ્કારિત બનાવવાની મૂર્ખતા કોણ કરે ? શરીર એક જાતનું ત્રણ છે, ભોજન એ તેને પિંડ આપવા તુલ્ય છે, સ્નાન એ ત્રણને ધોવા તુલ્ય છે અને વજ્ર તેના પર પાટો બાંધવા તુલ્ય છે, કપૂર (બરાસ), કુંકુમ
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય કેસર, અગર, મૃગમદ (કસ્તુરી) અને હરિ ચંદનાદિ સુગંધી વસ્તુઓ પણ મનુષ્યના કલેવરના સંસર્ગથી દુર્ગધી થાય છે. મોદક, દધિ, દૂધ, ઈક્ષરસ, શાલ્યાદિ ઉત્તમધાન્ય, દ્રાક્ષ, પાપડ, અમૃતી, ઘેબર, આમ્ર વગેરે સ્વાદિષ્ટ દ્રવ્યો પણ શરીરના સંગથી મળરૂપે થાય છે. તેથી મોહાંધ પ્રાણી જ શરીરને શુચિ = પવિત્ર માને છે. ૯૧.
પુણ્યકાર્યનું આચરણ કરવું, પરોપકાર કરવો અને વ્રત અભિગ્રહાદિ ધારણ કરવા તે શરીરનો સાર છે.
વિશુદ્ધ મન, વાણીનો સંયમ અને ઇન્દ્રિયોનો નિગ્રહ એ ત્રણ મહાતીર્થરૂપ છે અને તે તીર્થની સેવાથી સ્વર્ગ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે. અભિમાન વિનાના પરહિતાર્થમાં ઉદ્યમવાળા, પરના વિકાસમાં સ્થિર રહેનારા, અન્યની વિપત્તિ જોઈને ખેદથી વ્યાકુલ બનનારા મહાપુરુષોની કથા સાંભળવાથી રોમાંચિત થનારા તથા સર્વ દુરિતરૂપ સમુદ્રનો પાર પમાડનાર સેતુ જેવા સત્પરુષો જયવંતા વર્તે છે. સર્વજનોના સમીહિત (વાંછિત)ને કરનાર, ઉપકાર કરવામાં તત્પર, સ્વાર્થમાં પ્રમાદી અને પરમાર્થમાં ઉદ્યમી એવા પુરુષ કોને પ્રિય થતા નથી ? સદ્વાક્ય સમાન વશીકરણ નથી, ઉત્તમકળાથી ઉત્કૃષ્ટ કોઈ ધન નથી, અહિંસા જેવો બીજો કોઈ ધર્મ નથી અને સંતોષની તુલનામાં કોઈ સુખ નથી.
ધર્મનું મૂળ વિનય છે, વિનયથી ધન ઉપાર્જન થઈ શકે છે અને વિનયવંતને વિનીતસ્ત્રી, અનુકૂળ પુત્રો અને ત્રણ વર્ગની સાધના આદિ સર્વની પ્રાપ્તિ થાય છે જેમ દરિદ્રીના ઘરમાં દિપક અલ્પ સમય જ હોય છે તેમ અલ્પ પુણ્યવાળા જીવોના ચિત્તમાં વિવેક ચિરકાળ ટકી શકતો નથી. દાન, શીલ, તપ ને ભાવરૂપી ચાર શાખાઓ યુક્ત ધર્મરૂપી કલ્પવૃક્ષ પ્રાણીને કલ્યાણ અને દ્રવ્યાદિ સુખસંપત્તિ આપે છે. તે ચાર પ્રકારમાંથી પ્રથમ દાનરૂપ શાખાનું કાંઈક વર્ણન કરીએ છીએ. કારણ કે દાનવડે જ ઉત્તમ ભોગ પ્રાપ્ત થાય છે અને દાનવડે જ ઉજ્જવળ કીર્તિ થાય છે. રાજ્યાદિક સુખને તજીને સુપાત્રદાનથી પ્રાણી ચંદ્રયશા રાજા અને ધર્મદત્ત વણિકની જેમ શિવસંપત્તિને પ્રાપ્ત કરે છે. ૧૦૧.
( આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળીને શ્રીહસ્તિપાળ રાજાએ કહ્યું કે-“હે પ્રભુમને એ ચંદ્રયશારાજા અને ધર્મદત્ત વણિકનું ચરિત્ર સાંભળવાની ઉત્સુકતા છે. તેથી તે સંભળાવવા કૃપા કરો.” શ્રી વીરભગવંતે કહ્યું કે “હે રાજન્ ! જો તમને ઇચ્છા છે તો તેનું ચરિત્ર સાંભળો, જેથી તમને ચિત્તમાં આશ્ચર્ય ઉત્પન્ન થશે.
| ચંદ્રયશા રાજા અને ધર્મદની કથા | સર્વ દ્વીપોની મધ્યે રહેલા જંબૂ નામના દ્વીપમાં દક્ષિણ બાજુએ પ્રથમ ભરત નામે ક્ષેત્ર છે. તે ભરતક્ષેત્રમાં સરસ્વતીના સ્થાનભૂત, અનેક કૌતુકવાળો, જયાં પાપકર્મ ઓછાં થાય છે એવો કાશ્મીર નામનો ઉત્તમદેશ છે. તે દેશમાં ચંદ્ર જેવું ઉજ્જવળ ચંદ્રપુર નામનું નગર છે. ત્યાં ધર્મવાનું અને પવિત્ર એવો યશોધવલ નામનો રાજા રાજય કરે છે. તેને દેવાંગના તુલ્ય યશોમતી નામે રાણી છે. તે રૂપ સૌભાગ્ય અને શીલાદિ ગુણોથી ભૂષિત છે. તેની કુક્ષિારૂપી તળાવડીમાં
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પલ્લવઃ
હંસ સમાન, નિર્મળ અને મહાબુદ્ધિમાનું તેમ જ શુદ્ધ પક્ષવાળો ચંદ્રયશા નામે પુત્ર થયો છે. પાંચ ધાવમાતાઓથી પળાતો અને એક હાથમાંથી બીજા હાથમાં સંચરતો તે પુત્ર અનુક્રમે સાત વર્ષનો થયો. રાજાએ તેને ભણાવવા માટે કલાચાર્યને સોંપ્યો. પ્રાજ્ઞ એવો તે રાજપુત્ર જાણે ભણેલ હોય તેમ અલ્પકાળમાં ઘણું શ્રુત ભણ્યો. વ્યાકરણ, સાહિત્ય, છંદ, અલંકાર વગેરે શાસ્ત્રોનો તે અતિશિક્ષિત હોય તેમ અલ્પકાળમાં અભ્યાસ કર્યો. શુકન શાસ્ત્રમાં તે સુપરિચિત થયો અને પશુ, પક્ષી- સંબંધી શબ્દોને જાણવાના શાસ્ત્રમાં પણ તે નિપુણ બન્યો. લેખન, પઠન, ગીત, નૃત્ય, વાંજિત્ર, સંસ્કૃત ભાષા વગેરે પુરુષોની બહોતેર કળાઓ તેણે આત્મસાત્ કરી. તે સિંહનો ૧, બગલાના ૨ કુર્કટના ૪, કાગડાના ૫, શ્વાનના ૬ અને ગધેડાના ૩ એમ જુદા જુદા વિશ ગુણોનો માલિક બન્યો. તે વશ ગુણો આ પ્રમાણે છે :
(૧) ઘણું કાર્ય હોય કે થોડું હોય પણ જે મનુષ્ય તે કરવાને ઈચ્છે તેણે સિંહની જેમ સર્વ બળવડે તે કાર્ય સિદ્ધ કરવું. (૧) પંડિત પુરુષોએ બગલાની જેમ ઇન્દ્રિયોને વશ કરીને દેશકાળાનુસારે પ્રાપ્ત થયેલા સર્વ કાર્યો કરવા, (૪) A વહેલું ઉઠવું B યુદ્ધ કરવું, C પોતાની જાતિનો ભાગ પાડીને ભાગે પડતું ખાવું અને D સ્ત્રી જાતિને વશ ન થવું આ ચાર ગુણો કુર્કટ પાસેથી ગ્રહણ કર્યા. (૫) A ગૂઢ મૈથુન B ધૃષ્ટતા, ૮ યથાકાળે ઘર બાંધવું, D અપ્રમાદી રહેવું ને E કોઈનો વિશ્વાસ ન કરવો–આ પાંચ ગુણ કાગડા પાસેથી ગ્રહણ કર્યા (૬) A ઘણું ખાનારો છતાં B અલ્પથી પણ સંતુષ્ટ C સારી નિદ્રા, D લઘુચેતના (તરત જાગી જનારી), E સ્વામીભક્તપણું ને F શૂરવીરતા આ છ ગુણ શ્વાન પાસેથી લેવા. (૩) A જેટલો ભાર ભરો તેટલો વહન કરવો B ઠંડી-ગરમી ન ગણવી અને C નિત્ય સંતુષ્ટપણે રહેવું. આ ત્રણ ગુણો ગધેડા પાસેથી લીધા. આ ૨૦ ગુણોથી યુક્ત તે સાચો ગુણવાન બન્યો.
ઉત્તમ મનુષ્યના ૩૨ લક્ષણો કહેવાય છે તે આ પ્રમાણે –૧. કુલિન ૨. પંડિત ૩. વાચાળ ૪. ગુણગ્રાહી ૫. સદા ઉદ્યમી ૬. સત્પાત્રનો સંગ્રહ કરનાર ૭. ત્યાગી ૮. ગંભીર ૯. વિનયી ૧૦. ન્યાયવાનું ૧૧. શૃંગારી ૧૨. પ્રશંસનીય ૧૩. સત્યવાદી ૧૪. શુદ્ધમનવાળો ૧૫. ગીતજ્ઞ ૧૬. રસિક ૧૭. વાદી (વાદ કરી જાણનાર) ૧૮. ગુપ્તાથ ૧૯. દાનપ્રિય ૨૦. મંત્રવાદી ૨૧. કળાવાનું ૨૨. સન્માર્ગે ધન મેળવનાર ૨૩. વિલક્ષણ ૨૪. ધૂર્ત ૨૫. મિષ્ટાન્નભોજી ૨૬. તેજસ્વી ૨૭. ધાર્મિક ૨૮. કપટી ૨૯. લેખક ૩૦. ક્ષમાવાનું ૩૧. પરિચિતોને ઓળખનાર ૩૨. સર્વ ગ્રંથોના અર્થને જાણનાર.
તેમજ હાથપગની રેખા ઉપર બીજા અત્યંતર લક્ષણો પણ હોય છે તે સામુદ્રિક શાસ્ત્રમાં હાથપગની રેખા ઉપરથી જાણવાના કહ્યા છે તે રેખાઓ આવા પ્રકારની હોય છે :-૧, પ્રસાદ ૨. પર્વત ૩. પોપટ ૪. અંકુશ ૫. સુપ્રતિષ્ઠ ૬. પદ્મા ૭. અભિષેક ૮. યવ(નવ) ૯. દર્પણ ૧૦. ચામર ૧૧. કુંભ ૧૨. અક્ષ ૧૩. મત્સ્ય ૧૪. મકર ૧૫. દ્વિપ ૧૬. સત્પતાકા ૧૭. સપુષ્પમાળા ૧૮. પૃથ્વી ૧૯. રથ ૨૦ તોરણ ૨૧. છત્ર ૨૨. ધ્વજ ૨૩. સ્વસ્તિક ૨૪. યજ્ઞસ્તંભ ૨૫. કૂવો ૨૬. કમંડળ ૨૭. સૂપ ૨૮. મયૂર ૨૯. કાચબો ૩૦. અષ્ટાપદ ૩૧. સ્થાલ અને (૩૨. સમુદ્ર આવા પ્રકારની જુદી જુદી રેખાઓ ઉત્તમ પુરુષના હસ્ત તથા ચરણોમાં હોય છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય આવા ચિહ્નો જેના શરીર પર સ્પષ્ટપણે જણાય તે પુરુષ ભોગી, સત્તાવાન્, દાતા અને રાજા થાય છે.
ચંદ્રયશા બાલ્યાવસ્થાથીજ આવા દેહ લક્ષણોથી લક્ષિત હતો, તેથી તે વિજ્ઞાન, વેશ અને ભાષા વગેરેમાં ચતુર હતો. વળી અઢાર લિપિ, ધૂર્તવાદ, ઇન્દ્રજાળ અને સર્વ વિધાનોનો જ્ઞાતા થયો. અનુક્રમે તે યુવતિઓને મોહ પમાડનાર યૌવનને પામ્યો. તેના ગુણોથી રંજિત બનેલા રાજાએ તેને યુવરાજપદે સ્થાપન કર્યો. તેનામાં વિચાર, આચાર, સંતોષ, જ્ઞાન, ધર્મ, તપ, ક્ષમા, સૌજન્ય અને ઉદારતા વગેરે ઘણા ગુણો હતા. આ પ્રમાણે તેને ગુણવાન્ જાણીને તેમ જ પ્રજાજનને અત્યંત વલ્લભ જાણીને રાજાએ તેને રાજ્ય આપવાનો નિર્ણય કર્યો. પિતાના વિચાર જાણીને નેત્રમાં અશ્રુ લાવી ચંદ્રયશાએ પોતાના પિતાને કહ્યું કે ‘“હે પિતા ! આપના ચરણકમળની સેવાથી હું નિશ્ચિત છું. હે સ્વામી ! ક્યાં ચંદ્રમા ને ક્યાં તારા, ક્યાં સ્વયંભૂરમણસમુદ્ર ને ક્યાં ખાબોચિયું, ક્યાં ઉત્તમ મણિ ને ક્યાં કાંકરો, તેમ ક્યાં આપની સેવાનું સુખ ને ક્યાં રાજ્ય ? હું આપની સેવાથી પ્રાંપ્ત થતા સુખને જ ઇચ્છું છું.” તે સાંભળીને તેના પિતા કાંઈક હસીને બોલ્યા‘હે વત્સ ! હે સાત્ત્વિક ! મેં તો સાંભળ્યું છે કે સેવામાં સુખ જ નથી.
કહ્યું છે કે—પારકી સેવા–પરતંત્રપણું એ તો શ્વાસોશ્વાસ લેતા છતાં મરણ, અગ્નિ વિનાનું દહન, સાંકળ વિનાનું બંધન, પંક વિનાની મલિનતા અને નરક વિનાની તીવ્ર વેદના છે. વળી એ પાંચે કરતાં પરતંત્રતા વધારે દુઃખદાયક છે.'
મહાભારતમાં કહેલું છે કે દરિદ્રી, વ્યાધિગ્રસ્ત, મૂર્ખ, પ્રવાસી અને નિત્યસેવક એ પાંચ જીવતાં છતાં પણ મૃત તુલ્ય છે.
મનુએ કહેલું છે કે “વૃદ્ધમાતા-પિતા, સુશીલ સ્ત્રી અને બાલ્યાવસ્થાવાળા પુત્ર—તેમના અનેક કાર્યો કરવા પડે તો કરીને પણ પોષણ કરવું.” માતાપિતાનું પોષણ નહિ કરનાર, કોઈ ક્રિયાને ઉદ્દેશીને યાચના કરનાર અને મરણ પામેલાના દ્રવ્યનું દાન લેનાર પુનઃ મનુષ્ય થતા નથી.
આ પ્રમાણેના પિતાના વચનો સાંભળીને વિનયપૂર્વક બે હાથ જોડી પુત્ર બોલ્યો કે— ‘‘પિતાજી ! એમ ન કહો. જેનું ભાગ્ય ઉત્તમ હોય તેને જ માતાપિતાની સેવા પ્રાપ્ત થાય છે. રાજ્યના સંબંધમાં પુત્રનો આવો નિશ્ચય જાણીને હર્ષિત થયેલા પિતાએ પોતાના સુલક્ષણવાળા એવા પુત્રને રાજભંડારનો અધિકારી બનાવ્યો અને સંપૂર્ણ રાજદ્રવ્ય સોંપીને તેની પર મહાકૃપા
કરી.
આ પ્રમાણે પિતાપુત્રનો સુખમાં અને આનંદમાં ઘણો કાળ પસાર થયો. કાળક્રમે સર્વવસ્તુની પ્રાપ્તિ થઈ, વળી પુણ્યવાનને તો શું દુષ્કર છે ? ધર્મના પ્રભાવથી આખું વિશ્વ વશ થાય છે, વિપત્તિઓ નાશ પામે છે અને સંપદાઓ સિદ્ધ થાય છે.
એક વખત ચંદ્રયશા રાજપુત્ર રાજમહેલના સાતમા માળમાં જ્યાં રત્નોના પ્રકાશથી અંધકારનો નાશ થાય તેવા વિભાગમાં રાત્રિમાં પુષ્પના ગુચ્છાથી વ્યાપ્ત અને કોમળ એવા પલંગમાં સૂતો હતો, તેવામાં તેણે એક શીયાલણીનો શબ્દ સાંભળ્યો. તે અલ્પ નિદ્રામાં હતો તેથી
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પલ્લવ
તે શબ્દ સાંભળતાં જાગૃત થયો અને પછી તે શબ્દને આધારે વિચારે છે કે—‘આ શિયાલણીનો શબ્દ મને લાભ થવાનું સૂચવે છે. શિયાલણી ડાબી બાજુ બોલે તે શ્રેષ્ઠ, પિંગળા જમણી બાજુ બોલે તે શ્રેષ્ઠ અને કોયલ પ્રદક્ષિણા દેતી બોલે અથવા ડાબી બાજુએ બોલે તે શ્રેષ્ઠ સિદ્ધિને આપનાર છે.' જેમ હું આ શબ્દથી મને થનાર લાભને જાણું છું તેમ જો કોઈ બીજો તેને સમજનાર હોય અને આ લાભને ગ્રહણ કરે તો મને આનંદ છે, કારણ કે મારી પાસે તો ઘણું દ્રવ્ય છે.” આમ વિચારે છે તેટલામાં પુનઃ તેનો શબ્દ સાંભળીને તે સત્પુરુષાગ્રણીએ નિર્ણય કર્યો કે—‘‘આ શબ્દને બીજું કોઈ સમજતું હોય એવું લાગતું નથી તેથી હવે હું પોતે જ ત્યાં જઈને લાભ ગ્રહણ કરું.” આ પ્રમાણે વિચારી પલંગ પરથી ઉતરી વીરકચ્છ બાંધી, ખડ્ગને ધારણ કરી, મનમાં ધૈર્યનું અવલંબન કરી તે શિયાલણીના શબ્દને અનુસારે ચાલ્યો. રાજમાર્ગનું ઉલ્લંઘન કરી, કોટને ઝડપથી ઓળંગીને એક ક્ષણમાત્રમાં નગર બહારના મહોદ્યાનમાં આવ્યો. સમીપમાં જ સર્વ પ્રકારના ભયથી ભરેલી, ઘોર અંધકારને કારણે ભયંકર લાગતી, વળી ચારે બાજુથી મહાબિભત્સ એવી સ્મશાનભૂમિ તેણે જોઈ. તેમાં કોઈક સ્થાને વિકરાળ ને કંગાળ વેતાલો ભમતા હતા, કોઈ જગ્યાએ અત્યંત રૌદ્ર ભૂંડ ને વાઘના ભયંકર શબ્દો સંભળાતા હતા, તે ભૂમિ ઘુવડના ધૂત્કારના શબ્દથી વ્યાપ્ત હતી અને સિંહનાદથી સંકીર્ણ હતી, તેવી સ્મશાનભૂમિમાં પણ રાજકુમાર નિર્ભયપણે આગળ આગળ ચાલ્યો. આગળ ચાલતાં તેણે અગ્નિથી જાજ્વલ્યમાન તથા ચારે બાજુ ઉઘીત કરનાર એક અગ્નિકુંડમાં અત્યંત કાંતિવાળો એક સુવર્ણપુરુષ જોયો. અત્યંત દૈદિપ્યમાન તે સુવર્ણપુરુષને જોઈને તેણે અગ્નિકુંડમાંથી તે સુવર્ણપુરુષને બહાર કાઢ્યો. શીતળ જળથી તેને ઠંડો કર્યો. પછી નજીકની ભૂમિમાં ખાડો ખોદીને તે પુરુષને તેમાં વિધિપૂર્વક નાંખીને પાછો ખાડો માટીથી પૂરીને નિશાની રાખીને તે પાછો પોતાને સ્થાને આવીને બાકીની રાત્રિ પસાર કરવા પોતાની શય્યામાં સુઈ ગયો.
G
સવારે તેણે પ્રાતઃકૃત્યો કર્યા. દેવધ્યાન, ગુરુધ્યાન નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીને પછી મંગળ વાજિંત્રો વાગતા તે બુદ્ધિશાળી રાજસભામાં આવ્યો. ત્યાં પિતાના ચરણમાં નમસ્કાર કરીને તે પોતાને યોગ્ય આસનપર બેઠો.
પિતાએ તેને પૂછ્યું–‘હૈ પુત્ર ! તું સુખી છો ?” કુમારે ઉત્તર આપ્યો કે—આપની કૃપાથી સુખી છું. તે જ પુત્રો કહેવાય કે જે પિતાના ભક્ત હોય, પિતા તે જ કહેવાય કે જે પરિવારના પોષક હોય, તેમજ મિત્ર તે જ છે કે જેનો વિશ્વાસ કરી શકાય અને સ્ત્રી તે જ છે કે જેની પાસે જવાથી શાંતિ પ્રાપ્ત થાય છે.’’
જેમ પૂર્વાચળે સૂર્ય ઉદય પામે તેમ વિશિષ્ટ સેવકોથી પરિવરેલો રાજા રાજસભામાં જઈને ઊંચા સિંહાસને બેઠો. વારાંગનાઓ બંને બાજુ ચામર વિંઝી રહી હતી, મસ્તક ઉપર પવિત્ર અને શ્વેત છત્ર ધારણ કર્યું હતું, ગાંધર્વો મધુર સ્વરથી મનોહર ગુણગાન કરી રહ્યા હતા, બંદીજનો જયજય નંદ, એવા શબ્દો ઉચ્ચારી રહ્યા હતા, નાટ્યમંડલીના પાત્રો રાજાની આગળ નૃત્ય કરી રહ્યા હતા અને પૂર્વ પુણ્યથી મંત્રી, સામંત વગેરેની મધ્યમાં રહેલા રાજા સુરેંદ્રની જેમ શોભી રહ્યો હતો. કહ્યું છે કે—‘વિસ્તીર્ણ રાજ્ય, મદ ઝરતા હાથીઓ, તુંગ આભોગવાળા અને
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય પવન જેવા વેગવાળા અશ્વો અને રથો, અભિમાની સુભટો અને દ્રવ્યથી સંપૂર્ણ ભંડાર–આ સર્વ વસ્તુઓ પ્રાણીઓને ધર્મના યોગથી જ પ્રાપ્ત થાય છે.”
આ અવસરે દ્વારપાળે આવીને નિવેદન કર્યું કે– “જેના મસ્તક ઉપર ઘણી ધૂળ રહેલી છે તેવો, દરવાજાના સ્તંભનો આશ્રય લઈને ઊભેલો, દીન મુખવાળો, ઓછા વસ્ત્ર અને હીન તેજવાળો તેમજ ભાગ્ય વિનાનો કોઈ પુરુષ રાજદ્વાર પાસે આવીને પોકાર કરી રહ્યો છે કે– હું લુંટાણો છું, હું લુંટાણો છું,” હે મહારાજ ! હું તેને શું ઉત્તર આપું?”
પ્રતિહારીના આવા વચન સાંભળીને રાજાએ મન સ્થિર કરી સ્મૃતિનું આ વચન યાદ કર્યું કે–દુર્બળોનો, અનાથોનો, બાળનો, વૃદ્ધનો, તપસ્વીનો અને અન્યાયથી પરાભવ પામેલાનો રાજા જ આશ્રયભૂત છે. તેની પાસે જવાથી જ તેના દુઃખો દૂર થાય છે. આ પ્રમાણે વિચારીને રાજાએ પ્રતિહારીને કહ્યું કે– તેને અંદર પ્રવેશ કરાવ.” રાજાના આદેશથી પ્રતિહારીએ તેને અંદર દાખલ કર્યો. તે પોકાર કરતો કરતો રાજસભામાં દાખલ થયો, રાજાએ સારા વચનોથી તેને શાંત-સ્વસ્થ કરીને એક આસન ઉપર બેસાડ્યો. પછી તેને પૂછયું કે-હે ભદ્ર ! તારા દુઃખનું કારણ શું છે? કોણે તને લૂંટ્યો છે? કોણે પરાભવ પમાડ્યો છે? તે નિઃશંકપણે કહે. તે પુરુષે કહ્યું કે-“હે રાજન્ ! મારો સુવર્ણપુરુષ લૂંટાયો છે. હું શું કરું ? ક્યાં જાઉં? કોની પાસે પોકાર કરું? હે રાજનું! તમે પાંચમા લોકપાળ છો, કૃપાળુ છો ! પૃથિવીપતિ છો ! હું ભાગ્યથી પરાભવ પામેલો હોવાથી તમારે શરણે આવ્યો છું.” રાજાએ તેને કુવસ્ત્રવાળો, મલિન, દુર્બળ અને દિન જોઈને કહ્યું કે-“હે ભદ્રતું કેમ આવું અયુક્ત બોલે છે? કારણ કે તારું રૂપ દરિદ્ર જેવું છે. તારી આવી દુરવસ્થા છે, તેથી તે વિચાર કરીને બોલ, કારણકે તારી પાસે સુવર્ણપુરુષ હોય ક્યાંથી? કહ્યું છે કે–ખરાબ વસ્ત્રવાળાને, દાંતમાં મેલવાળાને અર્થાત્ દંતધાવન સારી રીતે નહીં કરનારને, બહુ ખાનારને, નિષ્ફરવાકય બોલનારને અને સૂર્યોદય વખતે કે સૂર્યાસ્ત વખતે સુનારાને જો હાથમાં ચક્ર હોય તો પણ લક્ષ્મી તેને ત્યજી દે છે. સારી રીતે પચેલું અન્ન, વિચક્ષણ પુત્ર, સારી રીતે આરાધેલી લક્ષ્મી, સારી રીતે સેવેલો રાજા, વિચારીને બોલેલી વાણી અને વિચારીને કરેલું કાર્ય દીર્ઘકાળે પણ લાભ આપે છે. તે ભદ્ર ! તારા જેવાની પાસે સુવર્ણપુરુષ હોય તો પછી તેના કરતાં બીજું વધારે આશ્ચર્યકારી શું છે ? એ જ મોટું આશ્ચર્ય છે.”
આ પ્રમાણે સાંભળીને તે પુરુષે કહ્યું કે–“હે રાજનું! સાંભળો. જેઓ લક્ષ્મીથી અલંકૃત હોય છે, તે હંમેશા શોભે છે. જેઓ લક્ષ્મી વિનાના એટલે કે દરિદ્રાવસ્થાથી અલંકૃત અને દુર્બળ દેહવાળા હોય છે તેની આવી દુર્વાચ્ય સ્થિતિ હોય છે. કહ્યું છે કે-“હે જીવ ! દારિદ્રતા આવે છે ત્યારે આ શરીરમાંથી (૧) શ્રી (૨) ઠ્ઠી (લા ), (૩) ધી (બુદ્ધિ), (૪) કાંતિ અને (૫) કીર્તિ–એ પાંચે દેવતા ભાગી જાય છે. ક્ષીણ ધનવાળા પુરુષનું શીલ નાશ પામે છે, શ્રુત વિસરાઈ જાય છે, બુદ્ધિ હણાઈ જાય છે, દીનતા દીપી ઊઠે છે, ક્ષમા નાશ પામે છે, લજ્જા ચાલી જાય છે, તેજ જર્જરિત થઈ જાય છે, ધીરજ નાશ પામે છે, અર્થીપણું વૃદ્ધિ પામે છે અને ઘરના કુટુંબીઓ પણ વૈરી થઈ જાય છે, ધનથી શું નથી બનતું? અર્થાત્ બધું જ થાય છે.”
જેની પાસે લક્ષ્મી હોય છે તે જ મનુષ્ય કુલીન કહેવાય છે, તે જ પંડિત કહેવાય છે, તે જ વક્તા, તે જ દર્શનીય ગણાય છે. અર્થાત્ સર્વ ગુણો કંચનને આશ્રયીને જ રહેલા છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પલ્લવ*
૧૧
હે સ્વામી ! મારું ધન ચોરાઈ ગયું છે, તેથી ધનરહિત થયેલા એવા મા૨ી દુર્દશા પૂર્વભવમાં કરેલા દુષ્કૃતના ફળ સ્વરૂપે છે. સત્ત્વ, તપ, ત્રણ જગત્ વ્યાપી યશ, રૂપ અને ગુણ એ સર્વેના કારણભૂત પૂર્વકૃત કર્મ જ છે. માટે પ્રભુ ! જો તમે કૃપા કરીને મારી ઉપર પ્રસન્ન થઈને મારું દ્રવ્ય આપશો તો જ મારું દારિત્ર્ય નાશ પામશે.”
આ પ્રમાણેની તેની અરજ, સાંભળીને રાજાએ કહ્યું કે—સાચું બોલ કે તારું શું ગયું છે ? હું તો એમ માનું છું કે બીજું કાંઈ ગયું હશે કારણકે તારી પાસે સુવર્ણપુરુષ ક્યાંથી હોય ?' તે વખતે સભાજનો બોલ્યા કે—‘હે દેવ ! આ એવું બોલે છે કે જે માની શકાય નહીં. કારણકે ઊંટને તો કાંટા જ ભક્ષ્ય હોય, દ્રાક્ષ ન હોય.” કૃપાળુ એવા રાજાએ તે પુરુષને કહ્યું કે—તેં સુવર્ણપુરુષ ક્યાંથી મેળવ્યો હતો ? તે કહે.” તે પુરુષ બોલ્યો કે—હે રાજેન્દ્ર ! તે સુવર્ણપુરુષની ઉત્પત્તિની કથા કહું છું તે સાંભળો :–
હે સ્વામિન્ ! આજ નગરમાં શ્રીપતિ નામે શ્રેષ્ઠી વસતો હતો કે જેની પાસે ૯૬ કરોડ દ્રવ્ય હતું. તેને સૌભાગ્યથી, શીલથી શોભતી, સર્વ કાર્યમાં દક્ષ અને ગુણવતી એવી શ્રીમતી નામે સ્ત્રી હતી. કહ્યું છે કે—“કામ કરવામાં દાસી જેવી, હાસ્ય ઉપજાવવામાં પ્રિય સખી જેવી, વિચાર આપવામાં મંત્રી જેવી, શૃંગાર રસરૂપ અમૃતની વાવડી જેવી, મધુર વચન બોલનારી, સુખદુ:ખમાં પતિ સાથે તન્મય થનારી, લજ્જાળુ, કુળવૃદ્ધિમાં કલ્પલતા જેવી, સર્વના વિશ્વાસના સ્થાનરૂપ અને પ્રેમથી પવિત્રિત એવી સ્ત્રી પુણ્યથી જ પામી શકાય છે.” તેની સાથે અનેક પ્રકારના સુખવિલાસને ભોગવતો તેમજ ધર્મકાર્ય કરતો શ્રેષ્ઠી વિતેલા કાળને જાણતો નહોતો. એક વખત શ્રીમતી આનંદગોષ્ઠી કરવા પોતાની સખીને ત્યાં ગઈ હતી. ત્યાં તેણે પોતાની સખીને તેના બાળકોને રમાડતી જોઈ. એક સ્કંધ ઉપર, બીજું કેડ ઉપર અને એક બે ઘરના આંગણમાં રમતા એવા તેના બાળકોને જોઈને શ્રીમતી પોતાના હૃદયમાં વિચારવી લાગી કે—‘‘આ પુત્રવતીને ધન્ય છે, મારા જીવિતને ધિક્કાર છે. મેં વંધ્યાદોષથી મારા પિતાના કુળને પણ કલંકિત કર્યું છે.” ગંધવિનાનું પુષ્પ, જળવિનાનું સરોવર અને જીવ વિનાના કલેવરની જેમ પુત્ર વિનાના નારીનાજીવનને ધિક્કાર છે ! આભૂષણોથી અલંકૃત છતાં સ્ત્રી પુત્ર વિના શોભતી નથી, તેમ પુત્ર વિનાની સ્ત્રી પતિના વંશપ્રવાહને છેદનારી થાય છે. હવે આવા દુઃખથી દુઃખિત હું શું કરું ક્યાં જાઉં ? અને આ મુખ બીજાને શી રીતે બતાવું ?”
આ પ્રમાણે તે બહુ દુ:ખી થઈને પોતાને ઘરે પાછી આવી અને પુત્રની પીડાથી અત્યંત પીડિત તે ઘરના એક ખૂણામાં જઈને સુતી. ભોજનના સમયે શ્રીપતિ શેઠ ઘરે આવ્યા ત્યારે ઘરમાં પોતાની પત્નીને ન જોવાથી તે વિચારવા લાગ્યા કે—“મારી સ્ત્રી ઘરમાં કેમ દેખાતી નથી ? જે મારા આવવાના અવસરે મારી સેવા કરવા માટે તત્પર થઈને ઊભેલી હોય છે. તે અત્યારે ક્યાં ગઈ હશે ?” પછી અંદર જઈને તપાસ કરતાં ઘરના ખૂણામાં તેને સૂતેલી જોઈને શ્રેષ્ઠીએ તેને પુછ્યું કે—અે પ્રિયે ! “તારી કેમ આવી અવસ્થા છે ? શું કોઈએ તને દુઃખી કરી છે ? તું આવી રીતે શોકમગ્ન થઈને કેમ સુતી છે ? તને જે દુઃખ હોય તે કહે.” પતિના આવા વચનો સાંભળીને દુ:ખાશ્રુથી વ્યાપ્ત લોચનવાળી, અત્યંતશોકથી કરમાયેલા મુખવાળી, હીમથી
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય બળેલી કમલિની જેવી તે શયામાંથી ઊઠી, તેની આવી અવસ્થા જોઈને શ્રેષ્ઠીએ ફરી પૂછ્યું “હે પ્રિયે ! તું અત્યારે ક્યા કારણથી ઉદ્વેગમાં ડૂબી ગઈ છે ?” પછી તે શેઠાણીએ ગદ્ગદસ્વરે પતિને કહ્યું કે-“હે વલ્લભ ! હે નાથ ! તમારા પ્રસાદથી મને કોઈ દુઃખી કરે તેમ નથી. મને દુઃખ ઉત્પન્ન કરનાર તો મારું પૂર્વભવનું કર્મ છે જે કોઈથી પણ નાશ કરી શકાતું નથી. હમણા તો આપ જમી લો. મોડું ન કરો. પછી હું મારા દુઃખની વાત આપને કરીશ. સુજ્ઞ પુરુષોએ પણ કહ્યું છે કે “હજાર કામ મૂકીને પ્રથમ જમી લેવું.”
આ પ્રમાણે હેતુયુક્ત સદ્ઘાણીથી શ્રેષ્ઠીને સંતોષ આપીને તેણે સ્નાન અને ભોજનાદિ ક્રિયાઓ કરાવી. ભોજન બાદ ક્ષણવાર સુઈને શ્રેષ્ઠીએ પત્નીને તેના દુઃખનું કારણ પૂછ્યું. ત્યારે પ્રિયાએ પોતાના ચિત્તમાં ઉત્પન્ન થયેલો સંકલ્પ જણાવતાં શ્રેષ્ઠીને કહ્યું કે-“સ્વામી ! મારું વિંધ્યાપણું મને દુઃખી કરે છે. વંધ્યા સ્ત્રીની અહીં કદર્થના થાય છે અને પરભવમાં સદ્ગતિ થતી નથી. “અપુત્રની ગતિ નથી અને સ્વર્ગ તો સર્વથા નથી. માટે પ્રથમ પુત્રનું મુખ જોઈને પછી બીજા ધર્મો આચરવા.” આ પ્રમાણે ભારતમાં જે કહ્યું છે તેનો ભાવાર્થ આપ વિચારી લેજો. હું આજે મારી સખીને ત્યાં ગઈ હતી. ત્યાં તેના બાળકોને જોઈને મને પુત્રની ચિંતા થઈ છે.”
આ સાંભળીને પુત્રની ચિંતામાં પડેલા શ્રેષ્ઠી વિચારવા લાગ્યા કે “જેમ ગંધ વિના પુષ્પો અને વિવેક વિના ગુણો શોભતા નથી તેમ પુત્ર વિના મનુષ્યની વિભૂતિ શોભતી નથી. અમૃતની જેમ અંગમાં શીતલતાને ઉત્પન્ન કરનાર પુત્ર ધન્ય એવી સ્ત્રીના ખોળામાં જ રમે છે. પડતો, આથડતો, ઊભો થતો, રીસાઈ જતો, હસતો અને લાળને કાઢતો બાળક કોઈક ધન્ય સ્ત્રીના ખોળામાં જ રમતો હોય છે. પુત્ર વિનાનું કુળ તે સ્તંભ વિનાના ઘર જેવું, આત્મવિનાના દેહ જેવું અને મૂળ વિનાના વૃક્ષ જેવું હોય છે. હું ક્યાં જાઉં? શું કરું? સર્વ મનુષ્યમાં હું નિર્માગી છું. જેથી સર્વ પ્રકારના સુખના સાધનભૂત એક પણ પુત્ર મારા ઘરમાં નથી. આ બાંધવો અને ઐશ્વર્ય શું કામનું? ઘણી દુકાનો તથા ઘરો છે પણ તેને હું શું કરું ? એક પુત્ર વિના સર્વપ્રકારનો પરિગ્રહ નિષ્ફળ છે. પ્રિય સ્ત્રીનું મુખકમળ, ધૂળથી મલિન બનેલા બાળકનું મુખકમળ અને પ્રસન્ન એવા સ્વામીનું મુખકમળ–આ ત્રણે પુણ્યથી જ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે વિચારીને શેઠે પોતાની પ્રિયાને શાંત કરવા કહ્યું કે “હે પ્રિયે ! તું પુત્ર માટે ખેદ કરીશ નહી, હું પુત્રપ્રાપ્તિ માટે ઉપાય કરીશ.”
આ પ્રમાણે કહી શેઠે પોતાની પત્નીને શાંત કરી, હવે પુત્રપ્રાપ્તિને માટે તે મંત્રમંત્રાદિપૂર્વક દેવદેવીઓનું આરાધન, તથા પૂજન હોમાદિકવડે શાંતિકર્મ વગેરે કરવા લાગ્યો. તેણે પાખંડીઓના બતાવેલા વ્રતો કરવા માંડ્યાં. તેનું મન મિથ્યાત્વવાસિત થઈ ગયું. જૈનધર્મથી વિરુદ્ધ ક્રિયાઓથી તેણે સમ્યક્તને મલિન કર્યું.
તે નગરમાં ધર્મધન નામનો તે શેઠનો બુદ્ધિમાનું મિત્ર રહેતો હતો. એક વખત તેણે શ્રેષ્ઠીને કહ્યું કે, “હે મિત્ર! હે શ્રીપતિ શેઠ ! તમે મૂઢ થઈને મિથ્યાત્વની કરણી ન કરો. જો મિથ્યાત્વથી કાર્યસિદ્ધિ થતી હોત તો આ દુનિયામાં કોઈ દુઃખી જ ન હોત. હે મિત્ર! મિથ્યાત્વ શબ્દનો અર્થ તો હૃદયમાં વિચારો કે જે મિથ્યા-ફોગટ-નિષ્ફળ કરે તે મિથ્યાત્વ કહેવાય. “વિષ, સર્પ, વ્યાધિ, અગ્નિ,
Page #32
--------------------------------------------------------------------------
________________
૧3
પ્રથમ પલ્લવઃ શત્રુ વગેરે કરતાં પણ મિથ્યાત્વ અનંતગુણા દુરંત દોષવાળું છે. વિષાદિક તો એક જન્મમાં અહિત કરી શકે છે પરંતુ મિથ્યાત્વ તો અનંત ભવ સુધી પ્રાણીઓનું અહિત કરે છે.
મિથ્યાત્વ પરમ વૈરી છે, મિથ્યાત્વ પરમ અંધકાર છે અને મિથ્યાત્વ પ્રાણીને વારંવાર ભવકૂપમાં નાંખનાર છે. શીલ, દાન, તપ, પૂજા, સુતીર્થની યાત્રા, પ્રવર (શ્રેષ્ઠ) દયા, સુશ્રાવકપણું અને વ્રતનું પરિપાલન એ સર્વ સમ્યક્તપૂર્વક હોય તો જ મહાફળને આપનારા થાય છે. સમ્યક્તથી અનંત ભવોમાં ઉપાર્જન કરેલા પાપો પણ અલ્પ સમયમાં નાશ થાય છે. શું પ્રબળ એવી અગ્નિની જ્વાળાઓ તૃણ અને કાષ્ટના મોટા ઢગલાને ક્ષણવારમાં ભસ્મિભૂત નથી કરી શકતો ? અર્થાત કરી શકે છે. તેથી તે શ્રેષ્ઠી ! તમે સુગુરુ અને સદ્ધર્મના સ્વીકારરૂપ પરમ સમ્યક્તને ધારણ કરો, તેથી સંપ્રતિ રાજા, શ્રેણિક, વજકર્ણ, રામચંદ્ર અને કૃષ્ણાદિકની જેમ સુખના ભાગી થશો, જે સમકિતનો નાશ કરીને પોતાના કુળમાં મિથ્યાત્વનું આરોપણ કરે છે તે પોતાના સમગ્ર વંશને દુર્ગતિની સન્મુખ કરે છે એમ સમજવું. સમકિતથી ભ્રષ્ટ થયેલાને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. દ્રવ્ય ચારિત્ર રહિત જીવ સિદ્ધપદને પામી શકે પણ સમકિત વિનાના જીવ સિદ્ધિને પામી શકતા નથી.
દર્શનથી ભ્રષ્ટ થયેલા પ્રાણી જ ખરેખર ભ્રષ્ટ છે, પણ ચારિત્રથી ભ્રષ્ટ થયેલા નહીં કારણકે સમ્યક્ત પામેલા જીવો સંસારમાં વધારે પરિભ્રમણ કરતા નથી. જે મિથ્યાત્વનો નાશ કરીને પોતાના કુળમાં સમકિતનું સ્થાપન કરે છે તે પોતાના સમગ્ર કુળને સિદ્ધિની સન્મુખ કરે છે. તેથી તે મિત્ર ! કદાચ મિથ્યાત્વના સેવનથી પુત્ર પ્રાપ્તિ થઈ જાય તો પણ તે ઈચ્છવા યોગ્ય નથી. તે સંબંધી બ્રાહ્મણના પુત્રનું દૃષ્ટાંત છે તે સાંભળ :
| બ્રાહ્મણપુત્રનું દેણંત | * એક વખત કોઈક દેવશર્મા નામનો બ્રાહ્મણ-પુત્રપ્રાપ્તિ માટે પાદરવી પાસે જઈને ભક્તિથી પ્રાર્થના કરે છે કે-“હે દેવી! તમારી કૃપાથી જો મને પુત્રની પ્રાપ્તિ થશે તો હું તમારી નવી દેવકુલિકા કરાવીશ અને દર વર્ષે તમને એક બોકડો ચડાવીશ. માટે હે દેવી ! મારી ઇચ્છા પૂરી કરજો.” કર્મયોગે તેને પુત્ર થયો. તેણે તેનું દેવદત્ત નામ પાડ્યું. પુત્રપ્રાપ્તિ થતાં તેણે પાદરદેવીનું નવું મંદિર બનાવ્યું. તેની ફરતી વાડી બનાવી અને એક સરોવર ખોદાવ્યું અને એક બોકડાનો મહોત્સવપૂર્વક તેની પાસે વધ કર્યો. પછી દરવર્ષે તે એક એક બોકડાનો દેવીને ભોગ આપવા લાગ્યો. તેનો પુત્ર દેવદત્ત અનુક્રમે યૌવનાવસ્થા પામ્યો. તેને પરણાવ્યો અને ત્યાર પછી દેવશર્મા આર્તધ્યાનથી મૃત્યુ પામ્યો
મોહથી થતી રાજ્ય, ઉપભોગ, શયન, આસન, વાહન, સ્ત્રી, ગંધ, માલ્ય, વસ્ત્ર અને મણિરત્નાદિકના આભૂષણોની જે જે વાંચ્છા, અભિલાષા તેને શાસ્ત્રકારો આર્તધ્યાન કહે છે.” આર્તધ્યાનથી મરણ પામીને તે બ્રાહ્મણ સ્થૂળ રોમવાળો, ક્રોધી, પુષ્ટ દેહવાળો, બલિષ્ઠ, વિકરાળ અને કપિલ કાંતિવાળો બોકડો થયો. વર્ષને અંતે દેવદત્તે પાદરદેવીને ભોગ આપવા માટે તે બોકડાને જ ખરીદ્યો. બોકડાને પોતાનું ઘર જોતાં પૂર્વભવનું સ્મરણ થયું. પોતાને કયા કામ માટે ખરીદવામાં આવ્યો છે તેનું જ્ઞાન થતાં ભયભીત બનેલો બોકડો વિચારવા લાગ્યો કે-“મેં શરૂ
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી ધર્મવ્પદ્રુમ મહાકાવ્ય કરેલા કાર્ય માટે જ મને ખરીદવામાં આવ્યો છે.” પછી ભોગ ચડાવવાને દિવસે અનેક પ્રકારના મહોત્સવપૂર્વક તેને દેવી પાસે લઈ જવાનો પ્રયત્ન કરાયો, પણ તે બોકડો કોઈ રીતે એક ડગલું પણ ચાલ્યો નહીં તેથી સ્વજનો તેમજ બીજા લોકો તેને મારવા લાગ્યા ત્યારે તે પણ પોકાર કરવા માંડ્યો. બળજબરીથી લઈ જવા છતાં તે ચાલતો નહોતો. તેટલામાં એક જ્ઞાની મુનિ ત્યાંથી પસાર થયાં. તેમણે તેનું યથાર્થ સ્વરૂપ જાણીને બોકડાને કહ્યું કે—‘પૂર્વભવમાં કરેલા તારા કૃત્યને તું યાદ કર. તેં પોતે જ વિષવૃક્ષ વાવ્યું છે તેનું સિંચન કર્યું અને તેની ફળપ્રાપ્તિને અવસરે વિષાદ કરવો તે શું કામનો ? માટે હવે તું ખેદ ન કર. આ પ્રમાણેના મુનિના વચનો સાંભળીને તે બોકડો તરત જ ચાલવા માંડ્યો. આ હકીકત તેના સ્વજનોએ તેમજ બીજા લોકોએ જોઈ એટલે તેઓ આશ્ચર્ય પામ્યા અને પોતાના મનમાં વિચારવા લાગ્યા કે—‘આપણે મારતા હતા તો પણ આ બોકડો ચાલતો નહોતો અને આ મુનિના વચન માત્રથી એકદમ ચાલવા માંડ્યો તેનું કારણ શું ?” પછી દેવદત્તે તે મુનિને પ્રાર્થના કરી કે—à સાધુ ! મારા ઉપર કૃપા કરીને બોકડાને ચલાવવાનો જે ઉત્તમ મંત્ર આપની પાસે છે તે મને આપો.'
તે સાંભળી મુનિ બોલ્યા કે—‘‘હે મૂર્ખ ! તું જાણતો નથી કે આ બોકડો તારા પિતા છે, તારા પિતા આર્તધ્યાનથી મૃત્યુ પામીને આ અવસ્થા પામ્યો છે.” “આર્તધ્યાનથી જીવ તિર્યંચ થાય છે, રૌદ્રધ્યાનથી નારકી થાય છે, ધર્મધ્યાનથી દેવલોકે જાય છે અને શુક્લધ્યાનથી મોક્ષસુખ પામે છે.” હે દેવદત ! મારી કહેલી હકીકતમાં જો તને સંદેહ હોય તો આ બોકડાને છૂટો મૂકી દે અને તેને પગે પડીને કહે કે—‘હે પિતા ! તમને મરણ વખતે ઘણી પીડા થતી હતી તે કા૨ણે તેવી પીડામાં હું તમને કાંઈ પૂછી શક્યો નથી, માટે આપણા ઘરમાં જો કોઈ દ્રવ્ય દાટેલું હોય તો તે સ્થાન બતાવવાની કૃપા કરો.” આ પ્રમાણે મુનિના કહેવાથી દેવદત્તે તે પ્રમાણે બોકડાને પગે પડીને કહ્યું. એટલે તે બોકડાએ ઘરમાં આવીને પોતાના પગથી તે દાટેલાં દ્રવ્યનું સ્થાન બતાવ્યું, ત્યાં ખોદતાં દેવદત્તને ધન પ્રાપ્ત થયું. ત્યાર બાદ મુનિરાજના વચનથી તે દેવદત્તે મિથ્યાત્વ ત્યજી દીધું અને સુશ્રાવકપણું અંગીકૃત કર્યું. *
માટે હે શ્રીપતિ ! જે મહાદુર્ગતિનું કારણ છે તે મિથ્યાત્વને તું ત્યજી દે. હું તારો મિત્ર હોવાથી તારા હિતની વાત કહું છું જે પાપથી રક્ષણ કરે, હિતમાં જોડે, છુપાવવા જેવી વાત છુપાવે, ગુણને પ્રગટ કરે અને આપત્તિમાં પણ તજે નહીં તે સન્મિત્ર છે. એ પ્રમાણે સંતપુરુષોએ કહ્યું છે. મનુષ્યને મિત્રમાં જે વિશ્વાસ હોય છે તે વિશ્વાસ માતામાં, પુત્રમાં, સ્ત્રીમાં કે બંધુવર્ગમાં પણ હોતો નથી. વળી ધર્મધને શ્રીપતિ શેઠને કહ્યું કે—‘‘હે મિત્ર ! જે ભાવી દેવથી દૂર થઈ શકતું નથી તે આ મિથ્યાત્વના સેવનથી કેવી રીતે દૂર થશે ? આ વાત ખરેખર સમજવા જેવી છે. ભાવિમાં જે બનવાનું હોય છે તે બને જ છે. જુઓ ! નાળિયેરીના ફળ પાણીથી પૂર્ણ બને છે અને હાથીએ ખાધેલા કોઠામાંથી રસમાત્ર નષ્ટ થઈ જાય છે. મનુષ્યોને કર્માનુસારે ફળ પ્રાપ્ત થાય છે, બુદ્ધિ પણ કર્મને અનુસારે છે. તેથી બુદ્ધિમાન મનુષ્યો જે કાર્ય કરે છે તે બહુ વિચારીને જ કરે છે. ભાગ્યે નિર્ણીત કરેલા માર્ગમાં જે થાય છે તેને અન્યથા કરવા દેવો, દાનવોં કે ઇન્દ્રો પણ સમર્થ થતા નથી માટે હે શ્રીપતિ ! હું તને ભવિતવ્યતા ઉપર કથાચૂડની વાર્તા કહું છું તે ધ્યાન દઈને સાંભળ :—
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પલ્લવ
કથાચૂડની કથા * આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં મિથિલાપુરી નામની નગરી છે. ત્યાં ઇન્દ્ર જેવો રણસાર નામનો રાજા હતો. તેને શીલવતી નામે રાણી હતી. તે પ્રેમાળ, હંમેશા પતિને અનુસરનારી, રૂપવતી અને આનંદ આપનાર હતી. કહ્યું છે કે-“પતિમાં રક્ત, સુશીલવતી, સર્વકાર્યમાં વિચક્ષણા, પ્રિય બોલનારી અને અતિ રૂપવંતી પ્રિયા પૂર્વના પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. સુખમાં દિવસો પસાર કરતા તે દંપતીને એક વખત શુભ યોગે એક મહાન કાંતિવાળો પુત્ર થયો. પિતાએ તેનું નામ કથાગૂડ રાખ્યું. અનુક્રમે તેણે અનેક કળાઓ સહિત શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. અનુક્રમે યુવતિ જનના મનને મોહ ઉત્પન્ન કરે તેવું યૌવન પામ્યો અને સ્વેચ્છાએ ક્રીડા કરવા લાગ્યો.
તે વખતે મગધ દેશમાં કુશાગપુર પત્તનમાં શત્રુઓ રૂપી હસ્તિને સિંહ સમાન સમકેશરી નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુનંદા નામે પુત્રી હતી. યુવાવસ્થાને પામેલી તે રૂપવડે સ્ત્રીરત્નથી પણ વિશેષ અને વિદ્યાવિજ્ઞાનવડે સરસ્વતી જેવી લાગતી હતી. સમકેશરી રાજાએ કથાગૂડ સાથે પોતાની પુત્રીના વિવાહ કરવા દૂતને મિથિલાપુરી મોકલ્યો. દૂતે ત્યાં જઈને રણસાર રાજાને વિજ્ઞપ્તિ કરી કે– સ્વામિન્ ! મગધ દેશના રાજાને સુનંદા નામે પુત્રી છે. તે ઘણી સુંદર છે. તમારા પુત્ર કથાગૂડ સાથે તેનો વિવાહ કરવા માટે તેમણે મને અહીં મોકલ્યો છે. તેનો સ્વીકાર કરો અને કથાગૂડને પાણિગ્રહણ કરવા માટે મારી સાથે મોકલો.' આ વિનંતિનો સ્વીકાર કરીને રણસાર રાજાએ કથાચૂડને કેટલાક સૈન્ય સહિત તેની સાથે મોકલ્યો.
માર્ગમાં કથાગૂડ લક્ષ્મીપુર નગરની બહાર તંબુ નાંખીને રહ્યો. તે નગરમાં સુરકેતુ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાના રાજ્યમાં એક નૈમિત્તિક રહેતો હતો. રાજાએ કૌતુકથી નૈમિતિકને પૂછયું કે આ વિવાહ થશે કે નહીં ?” પ્રતિહારી દ્વારા કથાચૂડનું વૃત્તાંત જાણીને નૈમિતિકે કહ્યું કે–આ વિવાહ જરૂર નક્કી કરેલા દિવસે થશે. દેવો પણ તેમાં ફેરફાર કરવા ધારશે તો પણ થઈ શકશે નહીં.” ત્યારે રાજાએ કહ્યું કે– નૈમિત્તિક ! જો આ વિવાહ હું ન થવા દઉં તો તમે શું કરો ?” ત્યારે નૈમિતિકે કહ્યું કે-“હે રાજન્ ! હું વધારે શું કહું પણ જો કોઈ આ વિવાહને ફેરવી દે તો મારી જીભનો છેદ કરવો.’
રાજાએ નિમિત્તિયાની આવી પ્રતિજ્ઞા સાંભળીને વિચાર્યું કે–“આના નિમિત્તને કોઈપણ પ્રકારના કૂટપ્રપંચથી નિષ્ફળ કરું,” પછી રાજાએ પૂર્વે સાધેલા એક દેવને યાદ કર્યો. તેથી તે તરત જ પ્રગટ થયો અને બોલ્યો કે–“મારા યોગ્ય કામ બતાવો.” રાજાએ કહ્યું કે–હે દેવ ! તું સર્પ થઈને આ કથાગૂડ કુમારને ડંશ દે કે જેથી તેનો વિવાહ અટકે અને નિમિત્તિયાનું કહેવું ખોટું થાય તેથી હું સાચો થાઉં.” રાજાની આજ્ઞાથી તે દેવ કાળરાત્રિ જેવા ભયંકર કૃષ્ણસર્પનું રૂપ ધારણ કરીને તે કુમાર પાસે ગયો અને તેને પગે ડંખ દીધો ઝડપથી પ્રસરતા તે વિષથી કુમાર મૂચ્છિત થઈ ગયો. તેથી તેના પરિવારમાં સર્વત્ર હાહાકાર મચી ગયો. સર્વે ભયભ્રાંત થઈ ગયા. ભયથી આકુળવ્યાકુળ બનેલા સૈનિકો ચારે દિશામાં ગાડિકને શોધવા માટે દોડાદોડ કરવા લાગ્યા. ઘણા ગારુડિયાઓ ભેગા થયા, તેમણે અનેક પ્રકારના મંત્રાદિ ઉપચારો કર્યા પણ મણિ મંત્ર ઔષધિ
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૬
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય
વગેરે કોઈપણ ગુણકારી ન થયા. સર્પરૂપે થયેલા તે દેવે સુરકેતુ રાજાની આજ્ઞાથી મનુષ્યનું રૂપ ધારણ કર્યું. ખભે સારી સારી ઔષધિઓનો કોથળો રાખી ‘હું એક ગાડિક છું અનેક મંત્રાદિક જાણું છું.’ એમ બોલતો બોલતો તે રસ્તે નીકળ્યો આ સાંભળી કથાચૂડના સેવકો તેને કુમાર પાસે લઈ આવ્યા. તેણે કુમારની ચેષ્ટા જોઈ ત્યારપછી સર્પવિષને દૂર કરે તેવી અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ કરી, પણ કુમારને તેથી લાભ થયો નહીં. એ પ્રમાણે તેણે દંભથી નિર્વિષ કરવાના અનેક ઉપાયો કર્યા. પણ તેને કોઈ લાભ થયો નહીં. ત્યારપછી તે બોલ્યો કે—‘અહો ! આને તો કાળે, ગ્રહણ કરી લીધો છે, અર્થાત્ આ મૃત્યુ પામ્યો છે, તો હવે એને લીંબડાના પાંદડાથી વીંટીને સમુદ્રમાં વહેતો કરી દેવો જોઈએ, કેમકે મૃતકને રાખી મૂકવાથી શું ફળ પ્રાપ્ત થાય ? દેવના આવા વચનો સાંભળીને સર્વસૈનિકોમાં હાહાકાર થયો. સહુએ શોકયુક્ત ચિત્તે તેના કહ્યા પ્રમાણે કરી તેને સમુદ્રમાં વહેતો મૂકી દીધો. તેઓ બધા શોકાતુર થઈને ત્યાં જ રહ્યા. કુશાગ્રપુરથી આવેલો દૂત પણ દીન બનીને દુઃખથી ચિંતવવા લાગ્યો કે—‘અહો ! ભાગ્યયોગે જે ચિંતવ્યું તેના કરતાં વિપરીત થયું.'
હવે લગ્નનો દિવસ વ્યતીત થઈ ગયા પછી સુકેતુ રાજાએ નિમિત્તિયાને બોલાવીને પ્રસન્નચિત્તે કહ્યું–‘અહો, તમે કહેલા દિવસે વિવાહ થયો કે નહી ? અર્થાત્ મેં તમારા વચનો ખોટા પાડી દીધા છે. ત્યારે નૈમિત્તિકે કહ્યું–‘હે રાજન્ ! મારા કહેવા પ્રમાણે તે વિવાહ તે બે જણનો જ અને તે જ વખતે થયો છે. તેની પ્રતીતિ થતી ન હોય તો તમારા સેવકદેવને પૂછો.” રાજાએ તરત જ પોતાના સેવકદેવને યાદ કર્યા. તે તરત જ પ્રગટ થયો, તેને રાજાએ કહ્યું કે‘તેં શું કર્યું ?’ દેવ બોલ્યો કે—‘તમારા કહેવા પ્રમાણે હું સર્પ થઈને તે કુમારને ડંસ્યો અને તેને સમુદ્રમાં વહેતો પણ કરી દીધો.' રાજાએ નૈમિત્તિયા સામે જોઈને કહ્યું કે—‘સાંભલો ! આ શું કહે છે ? શું તમે કાયમ અસત્ય જ બોલો છો. તમે આ લોકોકિત સાચી કરી લાગે છે કે ‘પ્રત્યક્ષ કુવામાં પડેલી છતાં કહે છે કે વહુ તો પીયરમાં છે. ' નૈમિત્તિકે કહ્યું કે–રાજન્ ! સત્યવાતને અસત્ય કરનાર કોણ છે ? વળી હાથમાં રહેલા કંકણને જોવા દર્પણની શી જરૂર છે ? અત્યારે એ દંપતી દૂર છે તેથી જો તમારી ત્યાં સુધી જવાની શક્તિ હોય તો ત્યાં જઈને અથવા તેને અહીં લાવીને તેનું સ્વરૂપ જાણો.' આ સાંભળી રાજાએ દેવને આજ્ઞા કરી કે—‘તે કુમારના મૃતકને જ્યાં હોય ત્યાંથી અહીં લઈ આવ.' રાજાની આજ્ઞાથી તે દેવ તુરત જ કુમાર જ્યાં હતો ત્યાંથી તેને પત્ની સાથે ઉપાડીને રાજા પાસે લઈ આવ્યો. રાજાએ તેને પત્ની સહિત જોયો એટલે તે બહુ જ આશ્ચર્ય પામ્યો, તેથી તેણે તે કુમારને પૂછ્યું કે—‘તમારાં લગ્ન શી રીતે થયા ? કુમારે કહ્યું કે— ‘હે રાજન્ ! તમે અમારી કથા સાંભળો.
જે વખતે અહીંથી મને સમુદ્રમાં વહેતો મૂક્યો તે જ વખતે ઝરૂખામાં બેઠેલી કન્યાને પણ ત્યાંથી કોઈ પાપીએ અપહરણ કરીને સમુદ્રમાં કોઈ દ્વીપમાં મૂકી દીધી લીંબડાના પત્રોમાં વીંટાયેલો હું સમુદ્રના કલ્લોલથી અથડાતો કૂટાતો સત્કર્મના યોગથી જ્યાં તે કન્યા હતી તે દ્વીપ પાસે કિનારા પર પહોંચ્યો. તે કન્યાએ મને સમુદ્રમાંથી બહાર કાઢ્યો અને પછી કેટલાક ઉપચારો વડે સ્વસ્થ કર્યો. ત્યાં કોઈ વિદ્યાધરે આવીને અમારો વિવાહ કર્યો અને પછી ત્યાંથી અમને ઉપાડીને કોઈક દેવ અહીં તમારી પાસે લાવ્યાં.’
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પલ્લવ
૧૭
આ બધી હકીકત સાંભળીને આશ્ચર્ય પામી રાજા વિચારવા લાગ્યા કે–વિધિમાં જે લખાયેલું હોય તેને ભાગ્ય ગમે ત્યાંથી મેળવીને તત્ક્ષણ આપે છે.” કહ્યું છે કે વિધિએ જે નિશ્ચિત કર્યું હોય તે દળથી, બળથી, મંત્રથી, ધનથી, સ્વજનથી, બંધુઓથી, દેવોથી કે મનુષ્યોથી પણ અટકાવી શકાતું નથી. તેથી વિધિ જ એક સર્વથી બળવાનું છે. વિદ્વાન કે મૂર્ખ, સુભટ કે બીકણ, ચંડાળ કે ઈન્દ્ર, રાજા કે રંક ખરેખર વિધિની આજ્ઞામાં કોણ નથી? દુર્વિધિ તે સર્વને પોતાને તાબે કરે છે.'
. ત્યારપછી સુરકેતુ રાજાએ નિમિત્તજ્ઞને પુષ્કળ દાન આપવા દ્વારા સંતુષ્ટ કર્યો. તથા કુમાર પાસે અતિ પ્રસન્નચિત્તે પોતાના અપરાધોની ક્ષમા માંગી. પોતાની પુત્રી સૌભાગ્યમંજરી તેની સાથે પરણાવી અને પોતાના સૈન્ય સાથે તેને મિથિલાપુરી મોકલ્યો. કથાગૂડ મિથિલાપુરી પહોંચ્યો ત્યારે રણસાર રાજાએ ઘણા આડંબરથી તેનો પ્રવેશ મહોત્સવ કર્યો અને કુશાગ્રપતનથી આવેલ વિપ્રને કુશળ સમાચાર આપવા માટે ત્યાં મોકલ્યો. ત્યાંના રાજાએ દૂતને જમાઈ સાથે પુત્રીને આમંત્રણ આપવા માટે પાછો મિથિલાપુરી મોકલ્યો. કથાગૂડ પત્ની સહિત સૈન્ય સાથે ત્યાં ગયો. રામકેશરી રાજાએ આડંબરપૂર્વક તેનો વિવાહ મહોત્સવ કર્યો અને કન્યા વિદાય વખતે જમાઈને બહુમાનપૂર્વક ઘણા હાથી, ઘોડા, સુવર્ણ, રત્ન વગેરે આપીને પ્રસન્ન કર્યા. પછી સર્વ લોકોને સત્કારપૂર્વક જણાવીને તેમજ રાજાની આજ્ઞા મેળવીને કથાગૂડ સત્ત્વર પ્રિયા સાથે પોતાના નગર તરફ જવા નીકળ્યો. નીકળતી વખતે રાજાએ પોતાની પુત્રીને શિખામણ આપી કે–“હે વત્સ ! તું સુખમાં કે દુઃખમાં હંમેશા પતિને અનુસરજે. નિત્ય પ્રસન્ન રહેજે. સ્થાન અને માન આપવામાં વિચક્ષણ થજે અને પતિને પ્રીતિ ઉત્પન્ન કરનારી થજે. આવા લક્ષણોથી યુક્ત હોય તે જ સાચી પત્ની કહેવાય છે, જે આવા લક્ષણથી યુક્ત ન હોય તે તો વૃદ્ધાવસ્થા તુલ્ય હોય છે.
આ પ્રમાણેની શિક્ષા આપીને રાજા પાછો વળ્યો અને દંપતિ પણ સુખપૂર્વક મિથિલાપુરી પહોંચ્યા, ત્યારપછી તે દેવતાઓની જેમ આનંદપૂર્વક સુખ ભોગ ભોગવવા લાગ્યા. આ કથાગૂડના વિવાહની જેમ ગમે તેટલા વિઘ્નો આવે તો પણ જે ભાવી બનવાનું હોય છે તે તો બને જ છે એમ સમજવું.
પછી કથાચૂડે ગુરુની પાસેથી ધર્મ સાંભળીને શ્રાવકના વ્રતો અંગીકાર કર્યા અને તે નિષ્કપટપણે શુદ્ધ ચિત્તે પાલન કર્યા. તેમજ અતિ દુષ્કર તપ કર્યો અને પાપનો નાશ કરનાર સમકિત નિરતિચારપણે પાળ્યું. આ પ્રમાણે શુભભાવથી ઉગ્ર ક્રિયા કરતાં ગૃહસ્થપણામાં જ તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. કેવળજ્ઞાનનો મહોત્સવ કરવા માટે શક્રેન્દ્ર ત્યાં આવ્યા. તે વખતે શાસનદેવીએ મુનિનો વેષ આપ્યો અને દેવોએ સુવર્ણનું સહમ્રપત્ર કમળ રચ્યું. શ્રીકથાચૂડ કેવળીએ સભાસમક્ષ અમૃત જેવી દેશના આપી અને ઘણા વર્ષો સુધી કેવળપણે વિચરી અંતે તેઓ મોક્ષે ગયા.
ઇતિ કથાગૂડની કથા.
Page #37
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પલ્લવઃ
(ચંદ્રયશ અને ધર્મદત્તની કથા ચાલુ...) મનુષ્યોમાં જેમ ચક્રવર્તી, દેવતાઓમાં ઇન્દ્ર, પશુમાં સિંહ, વ્રતોમાં ક્ષમા, પર્વતોમાં મેરુ જેમ સર્વ શ્રેષ્ઠ છે તેમ સર્વ ભવોમાં મનુષ્યભવ શ્રેષ્ઠ છે, આવો શ્રેષ્ઠ મનુષ્યભવ અને ઉત્તમકુળમાં જન્મ પામીને પણ પ્રાણી જો ધર્મોપાર્જન કરતો નથી તો ભવાંતરમાં પારકાનું એઠું ભોજન ખાઈને અથવા ભિક્ષા માંગીને પેટ ભરનારો થાય છે. તો કારણે ધર્મધન શ્રીપતિશેઠને સમજાવીને કહે છે કે હે શ્રીપતિ શેઠ ! તમે મિથ્યાત્વને તજીને સમકિતનો સ્વીકાર કરો. શુદ્ધધર્મની આરાધના દ્વારા તમને પુત્રની પ્રાપ્તિ થશે, જેમ કુવો ખોદનારો ક્રમશઃ નીચે નીચે ઉતરતો જાય છે, તેમ પાપ કરનાર જીવો અધોગતિગામી થાય છે અને મહેલ બાંધનારો જેમ ઉપર ઉપર ચઢતો જાય છે, તેમ પુણ્યવાનું જીવો ઉચ્ચગતિને પ્રાપ્ત કરે છે. મિથ્યાત્વવાસિત જીવ નિશ્ચ ભવભ્રમણ કરે છે. તેથી તમે પણ જો દુષ્કર્મ ઉપાર્જન કરશો તો અવશ્ય અધોગતિમાં જશો. આપણી સંગતિ સત્સંગતિ હોવાથી તે ધર્મપ્રાપ્તિનું કારણ બનવી જોઈએ અને એથી જ હું તમને ધર્મપ્રાપ્તિ માટે આ બધું કહી રહ્યો છું. કારણકે પ્રાણી કુસંગથી પાપ કરે છે અને દુર્ગતિમાં જાય છે.
કહ્યું છે કે “સંગતિથી જ પ્રાણી સત્કાર્ય કે દુષ્કાર્ય અથવા પાપ કે પુણ્ય કરે છે એ વાતમાં કોઈ સંદેહ નથી. તેથી જ દુર્યોધનના સ્નેહથી બંધાયેલા ગાંગેયે ગોહરણ કર્યું હતું. સજ્જનોના અત્યંત પ્રભાવથી ઠગ પણ તારનારો થાય છે. જુઓ જળમાં નાખેલા પથ્થરોએ રામના સૈન્યને તાર્યું હતું. મહાત્માના આશ્રયથી અસત્ પણ સત્ થાય છે. ખરેખર સિદ્ધરસના સંવેધથી લોહ પણ સુવર્ણપણાને પામે છે.” ગુણજ્ઞતા, કૃતજ્ઞતા, અમત્સરીપણું, અદીનતા, દયા, સત્ય અને ગુરુભક્તિ એ સર્વ સત્પરુષોના ઉત્તમ વ્રતો છે.'
ધર્મધન મિત્રના આવા પ્રકારના વચનો સાંભળીને હર્ષિત થયેલા શ્રીપતિ શેઠે કહ્યું કેહે ધર્મમિત્ર ! તારા તમામ વચનો સત્ય છે અને આચારવા યોગ્ય છે, તેથી હવે તમે જ કહો કે હું શું કરું? અને શું તજી દઉં?” ધર્મધને કહ્યું કે–મિથ્યાત્વને તજી દો, સમકિતને અંગીકાર કરો. દોષરહિત દેવમાં જે દેવપણાની બુદ્ધિ, સદ્ગુરુમાં જે ગુરુપણાની બુદ્ધિ અને શુદ્ધ ધર્મમાં જે ધર્મ બુદ્ધિ તે સમ્યક્ત કહેવાય છે. અદેવમાં દેવબુદ્ધિ, અગુરુમાં ગુરુબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુદ્ધિ તેને મિથ્યાત્વ કહેવાય છે. સર્વજ્ઞ, રાગદ્વેષાદિ સર્વ દોષોને જીતનારા, ગૈલોકયપૂજિત અને યથાસ્થિત ધર્મને કહેનારા શ્રીઅરિહંત પરમેશ્વર તે સુદેવ છે. મહાવ્રતોને ધારણ કરનારા,
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૯
દ્વિતીય પલ્લવઃ વૈર્યવાનું, ભિક્ષામાત્રથી આજીવિકાના કરનારા, સમભાવમાં રત રહેનારા અને ધર્મના ઉપદેશક તે સુગુરું છે. દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી રાખે તે ધર્મ કહેવાય છે. તે ધર્મ સર્વજ્ઞ કથિત અને સંયમાદિ દશ પ્રકારનો છે. ઇન્દ્રિયદમન, ક્ષમા, અહિંસા, તપ, દાન, શીલ, યોગ અને વૈરાગ્ય એ ધર્મના ચિહ્નો છે. જે દેવો સ્ત્રી, શસ્ત્ર અને માળા વગેરે રાગ, દ્વેષ અને અજ્ઞાનના ચિહનોથી અલંકૃત છે, દોષોથી કલંકિત થયેલા છે, તે નિગ્રહ, અનુગ્રહ કરવામાં તત્પર દેવો મુક્તિ પ્રાપ્ત કરાવનાર થતા નથી. સર્વ વસ્તુના અભિલાષી, અબ્રહ્મચારી અને મિથ્યા ઉપદેશ કરનારા ગુરુપણાને યોગ્ય નથી. કુગુરુ છે.) મિથ્યાદષ્ટિઓએ માનેલો, હિંસાદિકથી મલિન થયેલો, જે ધર્મ તે ભવભ્રમણના કારણભૂત હોવાથી સદ્ધર્મ નથી પણ અધર્મ છે. ગોમેધ, નરમેધ, અશ્વમેધ વગેરે યજ્ઞો દ્વારા પ્રાણીઓનો ઘાત કરનારા યાજ્ઞિકોમાં ધર્મ ક્યાંથી હોય? કહ્યું છે કે-ઘોડા અને હાથી, લોહ અને કાષ્ટ, પથ્થર અને વસ્ત્ર, સ્ત્રી અને પુરુષ તથા મૂલ્ય વિનાનું પાણી અને બહુમૂલ્ય ધર્મ વચ્ચે ઘણું અંતર હોય છે. જેમ સુકૃતથી સામ્રાજ્ય, ચંદ્રથી જ્યોન્ઝા, સૂર્યથી દિવસ, મેઘથી સુકાળ, સુગુરુથી ધર્મ, ન્યાયથી લક્ષ્મી, વિનયથી સુવિદ્યા, ધર્મથી મંગળની પરંપરા, સમભાવથી સુખ અને અમૃતથી નિરોગીપણું અવશ્ય પ્રાપ્ત થાય છે. તેમજ ભવ્યોને ભગવંતે કહેલ ધર્મની આરાધનાથી અવશ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે. તે કારણે સુખના નિધાન સ્વરૂપ સર્વ પ્રકારના કલ્યાણના બીજ રૂપ, સંસારરૂપી સમુદ્રમાં, પ્રવહણ સમાન, ભવ્ય પ્રાણીઓના એક સુચિહ્ન સ્વરૂપ પાપરૂપી વૃક્ષને માટે કુઠાર તુલ્ય, પવિત્ર તીર્થોમાં પ્રધાન અને સર્વ શત્રુને જીતનાર આ સમકિત નામના અમૃતના તમે પાન કરો.
આ પ્રમાણે મિત્રના વચનોથી શ્રીપતિ શ્રેષ્ઠી મિથ્યાત્વના સર્વ કારણો ત્યજીને દયાપ્રધાન જિનધર્મનું આરાધન કરવા લાગ્યા. તે પ્રતિદિન મહામંત્રનો જાપ ત્રિકાળ જિનપૂજન, બંને સંધ્યાએ ભાવપૂર્વક પ્રતિક્રમણ કરે છે. નિત્ય ગુરુમહારાજને વંદન કરે છે, સાધુ મુનિરાજને દાન આપે છે, પર્વોનું આરાધન કરે છે અને વિવિધ પ્રકારના તપ તપે છે. તેમજ અમારીનું પાલન તીર્થયાત્રા અને દીનોદ્ધાર કરે છે અને મહાશ્રાવક જેવો તે સાત ક્ષેત્રમાં યોગ્ય રીતે ધનનો વ્યય
કરે
છે.
આ પ્રમાણે અખંડપણે ધર્મકાર્યો કરતાં કરતાં તે શેઠે અને તેમની પત્નીએ છ માસ પસાર કર્યા. એક દિવસ રાત્રે શેઠે વિચાર્યું–ધર્મ કરતા મારા છ માસ વીત્યા તો હવે મને તેનું શું ફળ મળશે ? આ પ્રમાણે જૈન ધર્મનું આરાધન કરવા છતાં પણ ફળસિદ્ધિ દેખાતી નથી તો શું આ ધર્મ નિષ્ફળ છે ? શ્રેષ્ઠીના આટલા વિચારમાત્રમાં શાસનદેવતા પ્રગટ થઈને તેને કહે છે– શ્રેષ્ઠી ! હે મૂઢ ! જીતેલી બાજી તું કેમ હારી રહ્યો છે? સમુદ્રમાં ડૂબતો તું હાથમાં આવેલું પાટીયું કેમ છોડી દે છે ? જેમ વહાણ ભાંગી જવા છતાં સમુદ્રમાં પડેલો માણસ પાટીયું મળવાથી કિનારા તરફ જાય અને પ્રતિકૂળ પવન લાગવાથી તે સમુદ્ર તરફ પછડાય તેમ તું પણ અંતરાય કર્મરૂપી સમુદ્રનો પાર પામવા આવ્યો. તેટલામાં શંકારૂપી પ્રતિકૂળ પવનથી પાછો સમુદ્રમાં ધકેલાય છે. શંકારહિત આચરેલો ધર્મ જ મહાફળને આપનાર છે અને સંશય પૂર્વક કરેલો ધર્મ જળમાં કરેલ રેખાની જેમ નિષ્ફળ થાય છે. સ્થળમાં રહેલું જળ, જળમાં રહેલી રેખા, ભૂખ્યાનાં મોઢામાં નાખેલું ફળ અને શંકાપૂર્વક અનુષ્ઠાનથી ઉપાર્જન કરેલું પુણ્ય સ્થિરપણાને પામતાં નથી.
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય આરંભથી દયા નાશ પામે છે, સ્ત્રીના સંગથી બ્રહ્મચર્ય નાશ પામે છે, પરિગ્રહ રાખવાથી સંયમ નાશ પામે છે શંકાથી સમ્યક્ત નાશ પામે છે. અંજનનો લેપ કરવાથી ચિત્ર નાશ પામે છે અને સ્વેચ્છાચારી સ્ત્રીથી જેમ ઉત્તમકુળ નાશ પામે છે તેમ મોક્ષદાયક એવું પણ સમ્યક્ત શંકાવડે દૂષિત થાય છે તેમજ પરિણામે નાશ પણ પામે છે. તે શ્રીપતિ શેઠજેમ ધનપાળે શંકા કરવાથી પોતાનો મહામૂલો મનુષ્ય જન્મ ફોગટ ગુમાવ્યો તેમ શંકા વડે સમ્યક્ત, ધર્મ અને પુણ્યકાર્ય સર્વપણ નિષ્ફળ થાય છે. તે ધનપાલની કથા આ પ્રમાણે
ધનપાલની કથા * ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં ધન નામનો ધનવાનું વણિફ રહેતો હતો, તેને ધનશ્રી નામે સ્ત્રી હતી અને ધનપાળ નામનો પુત્ર હતો. બાલ્યાવસ્થામાં જ તેની માતા મરણ પામી. બાળકને માતાનું મરણ મહાદુઃખનું કારણ થાય છે.” કહ્યું છે કે–બાલ્યાવસ્થામાં માતાનું મરણ, યૌવાનાવસ્થામાં સ્ત્રીનું મરણ અને વૃદ્ધાવસ્થામાં પુત્રનું મરણ–આ ત્રણ દુખ કરતાં વિશેષ કોઈ દુઃખ નથી. ધનપાળને જોઈને ધનશેઠ વિચાર છે કે–માતા વિના આ બાળકનો ઉછેર કોણ કરશે ? માટે આ બાળકનું લાલન પાલન કરવા માટે બીજી સ્ત્રી પરણવાની જરૂર છે.' આમ વિચારીને તેણે ઘણું ધન આપીને ધનશ્રી નામની સુંદર સ્ત્રી સાથે લગ્ન કર્યા. કારણ કે સ્ત્રી વિનાનું ગૃહ તે ગૃહ નથી કહેવાતું પરંતુ ગૃહિણી જ ગૃહ કહેવાય છે, ગૃહિણી વિનાનું ઘર અરણ્ય સમાન છે.” અનુક્રમે તેને વિષયના પ્રથમ ફળ તરીકે પુત્ર થયો. તે પુત્રને જોઈને શેઠ બહુ રાજી થયા. નવી આવેલી ધનશ્રી સપત્નીના પુત્ર ધનપાળને પણ પોતાના પુત્રવત્ જ માનતી હતી. પછી બંને પુત્રો નિશાળે ભણવા માટે સાથે જવા લાગ્યા. ધનશ્રી તે બંનેને પુષ્ટિ માટે મરી, નાખેલું દૂધ પીવા મોકલતી હતી. ધનશ્રીનો પુત્ર ધનદેવ તો તે દૂધ નિઃશંકપણે પી જતો હતો કારણ કે દૂધ વિના અભ્યાસ સારી રીતે કેમ થઈ શકે ? ધનપાળ તે દૂધમાં તેની ઓરમાન માતાએ માખીઓ નાંખી છે એવી શંકા કરતો અને “જો આ દૂધ નહીં પીઉં તો મને માર પડશે.' એવા ભયથી તે દરરોજ દૂધ પીતો હતો પરંતુ “આ મારી વિમાતા મારું હિત ચિંતવનારી ક્યાંથી હોય?' એ પ્રમાણે ખોટી ચિંતવનાથી તે દિનપ્રતિદિન ક્ષીણ થવા લાગ્યો, એને પરિણામે તેને જીવિતવ્યનો ઘાત કરનાર વલ્થલી નામે વ્યાધિ થઈ. તેના પિતાએ તેને વૈદ્યને બતાવ્યો, ઘણું દ્રવ્ય આપીને તેનું ઔષધ કરાવ્યું, પણ ધનપાળે પોતાના મનનો વિચાર વૈદ્યને કહ્યો નહી અને તેથી વ્યાધિ વધવા લાગી ખરેખર બુદ્ધિ કર્માનુસારી જ હોય છે. અંતે વલ્ગલીવાયુની વ્યાધિથી ક્ષય થતો તે મૃત્યુ પામ્યો. શંકારૂપ મહારોગથી પીડાતો પ્રાણી સર્વ દુઃખોનો ભાજન બને છે.
નાનો પુત્ર ધનદેવ નિઃશંકપણે દૂધ પીવાથી સુખપૂર્વક અભ્યાસ કરીને વૃદ્ધિ પામ્યો. પરિણામે તે ઘરનો સ્વામી થયો. “શંકાવડે જેમ ધનપાળ આ લોકના સુખથી ભ્રષ્ટ થયો તેમ બુદ્ધિમાનું પુરુષ પણ શંકા કરવાથી મુક્તિ આપનાર સમકિતથી ભ્રષ્ટ થાય છે. આ
ધનહીન મનુષ્ય પણ જો સમ્યક્તથી યુક્ત હોય તો તે ધનીક જ છે, કેમકે પૌદ્ગલિક ધન તો એક ભવમાં જ સુખ આપનારું છે જ્યારે સમકિતરૂપી ધન તો ભવોભવમાં અનંતા સુખને આપનારું છે..
Page #40
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પલ્લવઃ
૨૧
આટલું કહીને શાસનદેવતાએ શ્રીપતિ શ્રેષ્ઠીને જણાવ્યું કે—‘હે શ્રીપતિ ! જેમ જાતિવંત રત્ન તેમજ શ્રેષ્ઠ મોતી પણ રેખાઓથી લાંછિત થાય તો અલ્પ મૂલ્યવાળું થઈ જાય છે તેમ તમે પણ શંકા ક૨વાથી ધર્મને દૂષિત કર્યો છે તેનું ફળ કહું છું તે સાંભળો—જૈન ધર્મના પ્રભાવથી જોકે તમને પુત્રની પ્રાપ્તિ થશે પરંતુ શંકા કરવાથી તમે પુત્ર સંબંધી સુખને ભોગવી શકશો નહિ.” દેવીની આવી વાણી સાંભળીને શ્રીપતિ શેઠ બોલ્યા કે—‘‘હે દેવી ! ભૂખ્યા રહેવા કરતાં તો રાબ પીવી તે પણ સારી એ રીતે લોકોક્તિ છે. વરસાદના તદ્દન અભાવ કરતાં વરસાદના છાંટા પડે તે પણ સારા, તે પણ તાપને હરનાર થાય છે વંધ્યાપણાથી થતી કદર્થના કરતાં આવા પુત્રની પ્રાપ્તિ થાય એ વધારે શ્રેયસ્કર છે. શેઠની આવા પ્રકારની ઇચ્છા જાણીને દેવી તેને પુત્ર થવારૂપ વરદાન આપીને અદૃશ્ય થઈ ગઈ, પ્રભાતે શેઠે હર્ષ સહિત સર્વ હકીકત જણાવતાં પોતાની પત્નીને કહ્યું કે—‘હે સુંદરી ! રાત્રે શાસનદેવીએ કહ્યું કે તને પુત્ર થશે.' આ પ્રમાણે સાંભળીને શેઠાણી બોલ્યા કે—‘હે સ્વામિન્ ! મેં પણ આજે રાત્રે સ્વપ્નમાં આપણા ઘરમાં રહેલો ફળયુક્ત પૂર્ણકુંભ જોયો છે. આ સ્વપ્નને અનુસારે આપણે ત્યાં પુત્રની પ્રાપ્તિ જરૂર થશે.’ એમ વિચારીને તે બંને બહુ હર્ષિત થયા અને પરસ્પર તે સંબંધી આનંદવાર્તા કરવા લાગ્યા.
તે જ રાત્રિએ કોઈ ઉત્તમ જીવ સ્વર્ગથી અવીને શ્રીમતિની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તે કારણથી તેને સારા સારા દોહલા થવા લાગ્યા. અનુક્રમે નવ મહીના ને સાડા આઠ દિવસ પૂર્ણ થયાં ત્યારે જેમં પૂર્વ દિશા સૂર્યને જન્મ આપે તેમ શ્રીમતિએ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. પુત્રજન્મની જાણ થતાં શ્રીપતિશેઠના કુટુંબીઓએ આવીને શેઠને વધામણી આપી. શેઠે ઘણા ઉત્સવપૂર્વક પુત્રનો જન્મોત્સવ કર્યો અને અમારી ઘોષણા કરાવી. ત્યારપછી પહેલે દિવસે બલીકર્મ વગેરે, ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્યનું દર્શન, ષષ્ઠીને દિવસે વિધિપૂર્વક ષષ્ઠી જાગરણ કર્યું.
‘આ પુત્ર ધર્મથી પ્રાપ્ત થયો છે.' એમ વિચારી તેનું નામ ધર્મદત્ત રાખવામાં આવ્યું. તે ‘પિતાના મનોરથ સાથે દિન પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યો. કોઈ વખત ખોળામાં, કોઈ વખત સ્કંધ ઉપર, કોઈ વખત એક બીજાના હાથમાં ફરતો અને લાલનપાલન કરાતો તે બાળક અનુક્રમે છ વર્ષનો થયો. ત્યારપછી સાત વર્ષનો થયો એટલે તેના પિતાએ તેને મહોત્સવપૂર્વક નિશાળે ભણવા મૂક્યો. કારણકે રૂપવાન્ મનુષ્ય પણ જો વિદ્યા વિનાના હોય તો તેની ક્યાંય ગણના નથી. જેમ આવળના ફૂલો રૂપવાળાં હોય છે પણ ગંધ વિનાના હોવાથી ઉપયોગમાં લેવાતાં નથી તેમ વિદ્યાહીન મનુષ્યનું કુળ વિશાળ પણ હોય તો શા કામનું ? કેમકે લોકોમાં વિદ્યાવંત જ પૂજાય છે અને નિર્વિઘ (અભણ) માણસ પરાભવ પામે છે. કહ્યું છે કે—‘અજાત- નહીં જન્મેલો, મૃત અને મૂર્ખ—એ ત્રણ પ્રકારના પુત્રોમાં પ્રથમના બે પ્રકારના સારા, કેમકે તે થોડો સમય જ દુઃખ આપે છે અને ત્રીજા પ્રકારનો મૂર્ખ પુત્ર તો જાવજ્જીવ દુઃખ આપે છે. વિદ્યા મનુષ્યોને યશ આપનારી છે, વિદ્યા કલ્યાણ કરનારી છે અને સમ્યક્ પ્રકારે આરાધેલી વિદ્યા દેવની જેમ વાંછિતને આપનારી છે. રાજા કરતાં પણ વિદ્વાન્ વિશેષ ગણાય, કેમકે રાજા તો પોતાના દેશમાં જ પૂજાય છે જ્યારે વિદ્વાન્ તો સર્વત્ર પૂજાય છે. અજીર્ણાવસ્થામાં કરેલું ભોજન જેમ વિષતુલ્ય છે. દરિદ્રીને પારકી પંચાત વિષતુલ્ય છે અને વૃદ્ધને સ્ત્રી વિષતુલ્ય છે તેમ અભ્યાસ કર્યા વિનાનું શાસ્ત્ર વિષતુલ્ય છે વિદ્યા ભણવાની વય ગયા પછી પણ સુજ્ઞજનોએ વિદ્યા મેળવવા યત્ન કરવો, કારણકે તે દ્વારા
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૨
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય આ ભવમાં કદાચ ફળ પ્રાપ્ત ન થાય તો પણ અન્ય ભવમાં વિદ્યા પ્રાપ્તિ સુલભ તો થાય જ છે. શુભ જિજ્ઞાસાવાળા મનુષ્યોએ દેવતાના આરાધનમાં, દાનમાં, વિદ્યાભ્યાસમાં, સારા ઔષધમાં અને ક્ષમા કરવામાં સદૈવ યત્ન કરવો. ધનહીન પ્રાણી હીન કહેવાતો નથી કેમકે સંપત્તિ ચંચળ હોવાથી તે સ્થિર રહેતી નથી, પણ વિદ્યાહીન હોય તે તો હિન જ કહેવાય છે. વિદ્યા મેળવનાર મનુષ્યને પેટ ભરવાની ચિંતા કરવી પડતી નથી. કેમકે રામનું નામ બોલતો પોપટ પણ ચોક, બજારમાં ચોખાનું ભોજન પામે છે. જ્યાં વિદ્યાની પ્રાપ્તિ નથી, જ્યાં ધનની પ્રાપ્તિ નથી અને
જ્યાં આત્મસુખની પ્રાપ્તિ નથી તે સ્થાનમાં એક દિવસ પણ રહેવું યોગ્ય નથી. જેમ ધીમે ધીમે પડતા પાણીના બિંદુઓથી પણ અનુક્રમે ઘડો પૂર્ણ ભરાઈ જાય છે, તેમ ક્રમે કરીને પણ ધર્મ, ધન અને સર્વ પ્રકારની વિદ્યાની પ્રાપ્તિ થાય છે. પાંડિત્યમાં, શિલ્પમાં, સર્વ કળાઓમાં અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચાર પુરુષાર્થમાં મનુષ્ય ક્રમેક્રમે કુશળ થાય છે. પંડિતોમાં બધા ગુણ હોય છે અને મૂર્ખમાં બધા દોષો હોય છે, તેથી હજાર મૂર્ખ કરતાં એક પ્રાજ્ઞ શ્રેષ્ઠ છે. દુરંત પર્વતોમાં વનચરોની સાથે ફરવું સારું પણ સુરેંદ્રના ભુવનમાં પણ મૂર્ખની સાથે રહેવું સારું નહીં. સાક્ષાત્ બેપગા પશુ જેવા મૂર્ખને તજી દેવો. કારણકે તે કંટકની જેમ વાક્યરૂપ અદશ્ય શલ્યવડે અન્ય મનુષ્યને વધે છે. મૂર્ખ શિષ્યને સમજાવતાં, દુષ્ટ સ્ત્રીનું ભરણપોષણ કરતાં અને શત્રુ સાથે એકત્ર વસવાથી પંડિત પણ દુઃખી થાય છે. મૂર્ખા પંડિતોનો દ્વેષ કરે છે, વેશ્યા કુલીન- સ્ત્રીઓનો દ્વેષ કરે છે અને દુર્ભાગીઓ સૌભાગ્યવાળાઓનો દ્વેષ કરે છે. સુજ્ઞ પુરુષને ધનધાન્યના સંગ્રહમાં, વિદ્યા મેળવવામાં અને આહાર તેમજ વ્યવહારમાં સદા ઉદ્યમવંત રહેવું જોઈએ કારણકે- આળસુને વિદ્યાની પ્રાપ્તિ ક્યાંથી થાય, વિદ્યાવિનાના અભણને ધનની પ્રાપ્તિ ક્યાંથી થાય, નિર્ધનને મિત્રો કયાંથી હોય અને મિત્રો વગરનાને બળ ક્યાંથી હોય? વળી આળસુને માને ક્યાંથી મળે, માનવિનાને યશ કયાંથી મળે, યશવિનાનું અપયશવાળું જીવન જીવવા કરતાં મરણ શ્રેયસ્કર છે. તેથી વિદ્યા મેળવવી તે શ્રેષ્ઠ છે. વિદ્યા પ્રાપ્ત થતા સર્વ કાર્ય સિદ્ધ થાય છે. વિદ્યાના પ્રતાપથી ગુરુ પણ શુક્ર જેવો થાય છે. પરાજિત થયેલા વૃષભનો ગરવ નિરર્થક છે. વસંતઋતુ ગયા પછી કોયલના ટહુકાર નિરર્થક છે અને કાયર મનુષ્યોએ શસ્ત્રો ધારણ કરવું તે નિરર્થક છે. તે પ્રમાણે નિરક્ષર મનુષ્યનું જીવન નિરર્થક છે. ગુરુદેવનો વિનય કરવાથી, ધન આપવાથી અને બદલામાં બીજી વિદ્યા ભણવાથી–એમ ત્રણ પ્રકારથી વિદ્યા પ્રાપ્ત થાય છે. તે સિવાય વિદ્યાપ્રાપ્તિ નો ચોથો ઉપાય નથી. મૂર્ખ વ્યક્તિ યુક્ત, તથ્ય, સત્ય અને સજ્જનને પ્રિય વચન બોલી શકતો નથી તે તો માત્ર તેની જીલ્લાની ખણજ મટાડવા માટે જ બોલે છે. વિષમાંથી જેમ અમૃત ગ્રહણ કરવું. અમેધ્ય(વિણ)માંથી જેમ કંચન ગ્રહણ કરવું, દુકુળમાંથી પણ જેમ ઉત્તમ સ્ત્રી ગ્રહણ કરવી તેમ નીચ પાસેથી પણ શ્રેષ્ઠ વિદ્યા હોય તો તે ગ્રહણ કરવી. સ્વસ્ત્રીમાં, ભોજનમાં અને ધન મેળવવામાં એ ત્રણ બાબતમાં સંતોષ રાખવો જોઈએ જ્યારે દાન, અધ્યયન અને તપ એ ત્રણ બાબતમાં કયારેય સંતોષ ન કરવો. ચતુર્દશી, અમાવસ્યા, પૂનમ, આઠમ એ દિવસોએ તેમજ સૂતક હોય ત્યારે અને સૂર્ય ચંદ્રના પ્રહણ વખતે અભ્યાસ ન કરવો. (નવું ભણવું નહિ)
, અહીં ધર્મદત્તે જાણે પૂર્વે અભ્યાસ કરેલ હોય તેમ અલ્પ કાળમાં જ સર્વ વિદ્યા ગ્રહણ કરી. કહ્યું છે કે–બહોતેર કળામાં કુશળ હોય અને પંડિત ગણાતો હોય તેવો પુરુષ પણ જો
Page #42
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પલ્લવઃ
૨૩
ધર્મકથા જાણતો ન હોય તો તે અપંડિત જ છે. તેને પંડિત ન ગણવો, પણ મૂર્ખ ગણવો. પછી ધર્મદત્ત બે કાળ પ્રતિક્રમણ, ત્રિકાળ જિનપૂજન વગેરે પિતાથી પણ અધિક ધર્મક્રિયાઓ કરવા લાગ્યો. તે નવા નવા પચ્ચક્ખાણ કરવા લાગ્યો તથા અચિત્ત જળ પીવા લાગ્યો. બાળક હોવા છતાં અને ગૃહસ્થ હોવા છતાં પણ તે મુનિવત્ ધર્મક્રિયા કરવા લાગ્યો. અનુક્રમે સ્ત્રીમનને મોહ પમાડે તેવા યૌવનને તે પામ્યો અને માતાપિતાએ મહોત્સવપૂર્વક કોઈ શેઠની પુત્રી સાથે તેને પરણાવ્યો. લગ્નગ્રંથિથી જોડાયાં પછી પણ તે હાથમાંથી પુસ્તક છોડતો નહોતો, શાસ્રરસમાં જ નિમગ્ન રહેતો હતો. જેણે બાલ્યાવસ્થામાં સારી રીતે અભ્યાસ કર્યો હોય છે તેનું મન યૌવનાવસ્થામાં પણ તેમાં જ આનંદ પામે છે.
તે સમયે કોઈ નગરમાં જિનદત્ત નામે એક શ્રાવક રહેતો હતો. તે અશ્વાદિ પશુઓ રાખતો જ નહોતો કે જેથી સંભાળ રાખવી પડે. એક વખતે તે નગરના રાજાને કોઈકે એક જાતિવંત અશ્વની ભેટ આપી. લક્ષણવંતા અશ્વને જોઈને રાજા બહુ ખુશ થયો. તેથી અશ્વનું રક્ષણ કરવા માટે એકમાત્ર જિનદત્ત વિશ્વાસપાત્ર જણાતા રાજાએ તે અશ્વ જિનદત્તને સોંપીને તેની સંભાળ રાખવા સૂચવ્યું. અશ્વ રક્ષણ અંગે રાજાએ કરેલી અનેક પ્રકારની સૂચનાઓને લક્ષ્યમાં રાખીને જિનદત્ત ઘરે આવી વિચારવા લાગ્યો કે “અરે ! આ સંતાપ મને કયા કર્મથી પ્રાપ્ત થયો ? કારણ કે પશુપાલન સંબંધી ક્રિયા મારા જેવાને પરમ દુઃખદાયી છે. આ બાબતમાં મારાથી પુત્ર, મિત્ર, ભાર્યા વગેરે કોઈનો વિશ્વાસ કરી શકાશે નહી અને તેનું ઘણા પ્રયત્નથી રક્ષણ કરવું પડશે. કારણકે રાજકાર્ય અતિ દુષ્કર છે.” આ પ્રમાણે વિચારીને તેણે તે અશ્વને ગુપ્તસ્થાનમાં રાખ્યો. તેની શુશ્રુષા તે પોતે જ કરવા લાગ્યો અને તેને પાણી પીવડાવવા પણ પોતે જ લઈ જવા લાગ્યો. પાણી પીવડાવવા સરોવરે જતાં માર્ગમાં એક જિનમંદિર આવતું હતું જિનદત્ત દ૨૨ોજ ત્યાં ઘોડા પાસે ત્રણ પ્રદક્ષિણા અપાવી પ્રભુને વંદન કરાવી પછી પાણી પીવડાવવા લઈ જતો હતો અને પાછાં વળતાં પણ પાછી જિનમંદિરની ત્રણ પ્રદક્ષિણા અપાવી પ્રભુને વંદન કરાવી ઘરે લાવતો હતો. આ પ્રમાણે નિત્ય કરવાથી તે અશ્વ સરોવર, જિનમંદિર અને . જિનદત્તનું ઘર એ ત્રણ સ્થળથી પરિચિત થયો તેથી ઉત્તમ અશ્વ અન્યની પ્રેરણાથી પણ અન્ય માર્ગે ગમન કરતો ન હતો. તેના જાતિવંતપણાથી રાજાએ ઘણા રાજાઓને જીતી લીધા. તેના વૈરી રાજાઓ પૈકી એકે ‘આ અશ્વ પ્રભાવવાળો છે અને તેના પ્રભાવથી એ રાજા સૌને જીતે છે.' એવું જાણ્યું. તેથી તેણે તે ઘોડાનું હરણ કરવા કોઈ હેરક (જાસુસ)ને ત્યાં મોકલ્યો.
ન
તે કપટી શ્રાવક થઈને જ્યાં અશ્વ રાખેલો હતો તે જિનદત્તના ગૃહે ગયો. જિનદત્તે તેને શ્રાવક જાણીને તેની ઘણી આગતાસ્વાગતા કરી. કપટીશ્રાવર્ક પણ બાહ્ય રંગ દેખાડી જિનદત્તને વિશ્વાસ પમાડ્યો. જિનદત્તે પણ પ્રીતિપૂર્વક તેની સાથે ઘણી વાર્તા કરી. તે માયાવીએ પુણ્યકારી અનેક નવી નવી વાર્તાઓ કરી. જિનદત્તે ભદ્રકપણાથી તેના ચિત્તને ઓળખ્યું નહીં. “વિદ્યાનો દંભ ક્ષણમાત્ર જ રહે છે દાનનો દંભ ત્રણ દિવસ રહે છે. રસનો દંભ છ માસ સુધી રહે છે, પરંતુ ધર્મનો દંભ તો અત્યંત દુસ્તર છે, તે તો સમજવો બહુ મુશ્કેલ છે.” તેવા સજ્જનથી શું, કે જે રાખ જેવા છે. શંખ ઉપરથી ઉજ્જવળ હોય છે પણ અંતરમાં તે બહુ જ વક્ર-વળદાર હોય
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રી ધર્મવ્પદ્રુમ મહાકાવ્ય
છે. એક કવિ કહે છે :
‘‘દ્રવ્યને પામીને કોણ ગર્વિત થતું નથી ? કયા વિષયીની આપત્તિઓ નાશ પામે છે ? સ્ત્રીઓએ કોના મનને ખંડિત કર્યું નથી ? રાજાને કોણ કાયમ પ્રીતિપાત્ર રહે છે ? કાળને ગોચર કોણ નથી ? કયો અર્થી ગૌરવ પામે છે ? અને કયો પુરુષ દુર્જનની જાળમાં ફસાયા છતાં ક્ષેમકુશળ બહાર નીકળ્યો છે ?”
એક વખત તેનો કોઈ મિત્ર પોતાને ત્યાં વિવાહપ્રસંગ હોવાથી જિનદત્તને આમંત્રણ આપવા બહારગામથી ત્યાં આવ્યો. મિત્રના અતિ આગ્રહથી જિનદત્તે તે ધર્મબંધુ જેવા જણાતા કપટીશ્રાવકને પોતાનો અશ્વ સોંપીને તે મિત્ર સાથે ગયો. બિલાડીને જાળવવા માટે આપેલા દૂધની જેમ પોતાને સોંપાયેલ અશ્વરક્ષણથી કપટીશ્રાવક મનમાં બહુ જ ખુશ થયો જિનદત્તે પોતાના ઘરમાં અશ્વની ભલામણ પોતાના પુત્ર કે પત્ની કોઈને પણ કરી નહોતી, તેથી કપટીશ્રવાક જ તેની સારસંભાળ કરતો હતો. પછી રાત્રે ઘોર અંધકારમાં તે પાપાત્મા કપટી શ્રાવક અશ્વ ઉપર ચઢીને એકદમ જિનદત્તના ઘરમાંથી બહાર નીકળ્યો. કપટી શ્રાવકે અશ્વને બીજે માર્ગે લઈ જવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ અશ્વ જિનદત્તે શિક્ષા આપેલા માર્ગ સિવાય બીજે માર્ગે ચાલ્યો નહીં. તે તો જિનપ્રસાદ અને સરોવરે જઈને પાછો ઘર તરફ આવ્યો. તે કપટીએ તેને ચાબુકવડે ઘણો માર્યો છતાં તે અશ્વ તો સરોવર સુધી જઈને ઘરે પાછો આવતો. એમ ઘણા આંટા મારતાં રાત પૂરી થઈ ગઈ. સૂર્યોદયે તે માયાવી ઘોડાને મૂકીને ચાલ્યો ગયો.
જિનદત્ત અશ્વ રક્ષણની ચિંતાથી મિત્રને ત્યાં વધારે ન રોકાતાં બીજે દિવસે ઘરે આવ્યો. ઘરે આવીને ઘોડા તરફ નજર કરતાં અશ્વને ઘણો શ્રમિત થઈ ગયેલો જોઈને તેની હકીકત પૂછી આખી રાત્રીનો વૃતાંત જાણીને જિનદત્તે તે વાત રાજાને કરી.
જેમ આ અશ્વ એકમાર્ગી જ રહ્યો તેમ ધર્મદત્ત પણ નિરંતર શાસ્ત્રાભ્યાસમાં જ રક્ત રહેતો હતો. એકવખત શેઠાણીએ પોતાના પતિ શ્રીપતિ શેઠને કહ્યું કે—‘‘આ ધર્મદત્ત સર્વ શાસ્ત્રજ્ઞ હોવા છતાં મૂર્ખ જેવો જણાય છે કારણકે કાવ્ય રચવા છતાં, સંસ્કૃત બોલવા છતાં, સર્વ કળાઓમાં પ્રવીણ થવા છતાં જે યથાનુરૂપ લોકસ્થિતિને જાણતો નથી તેને મૂર્ખાઓમાં શિરોમણી જ કહેવાય છે. મનુષ્ય જ્યાં સુધી લોકમાર્ગને જાણતો નથી ત્યાં સુધી તે શૃંગપુચ્છ વિનાનો પશુ જ કહેવાય છે. જેમ ચાર વેદને જાણનારો વિપ્ર પણ અન્ય શાસ્ત્રોમાં શ્રમ કર્યા વિના પશુસમાન કહેવાય છે તેમ વ્યવહારને જાણ્યા વિના મનુષ્ય પણ પશુસમાન લાગે છે. કેટલાક અપઠિત પંડિત હોય છે, કેટલાક પઠિત પંડિત હોય છે, કેટલાક અપઠિત મૂર્ખ હોય છે અને કેટલાક પઠિત મૂર્ખ હોય છે. વળી મનુષ્ય અત્યંત સરળ ન થવું જોઈએ. ખરેખર ! વનસ્પતિમાં જે સરળ ને સીધી હોય છે તે છેદાય છે અને વાંકાચુકા ઝાડ છે તેને કોઈ છેદી શકતા નથી. અત્યંત મુગ્ધ ન થવું, અત્યંત કઠિન પણ ન થવું, અતિ ઉચ્ચ ન થવું, અતિ નીચા પણ ન થવું, એકાંત રમ્ય ન થવું પણ મધ્યસ્થ રહેવું, મધ્યસ્થ રહેવામાં જ સલામતી છે. વ્યવહારનાં જ્ઞાન વગર માત્ર નિરવઘ વિદ્યાથી પણ કાર્યસિદ્ધિ થતી નથી. આ હકીકત ઉપર ચાર રાજકુમારનું દૃષ્ટાંત છે તે આ પ્રમાણે—
Page #44
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પલ્લવઃ
૨૫
ચાર રાજકુમારનું દૃષ્ટાંત
* પૂર્વે ચંદ્રપુર નગરમાં ચંદ્રજિત્ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ચંદ્રાનના નામે રાણી હતી અને બુદ્ધિસાગર નામે મંત્રી હતો. કોઈકે આવીને રાજાને કહ્યું કે—વિદ્વાન્ મનુષ્ય જ શ્રેષ્ઠ છે. ત્યારે મંત્રીએ કહ્યું કે—“ના ! જે વ્યવહાર જાણતો નથી તે પંડિત હોવા છતાં મૂર્ખ છે. આ વાતની પરીક્ષા કરવા માટે રાજાએ સુંદર અને કુશળ એવા પોતાના ચાર રાજપુત્રોને ભોંયરામાં રાખીને પંડિતને સોંપ્યા. ભણાવવા રાખેલા પંડિત ચારે જણને વ્યાકરણ, પ્રમાણશાસ્ત્ર, જ્યોતિષ અને વૈદ્યક—એમ એક એક શાસ્ત્રમાં પ્રવીણ કરીને રાજાને સોંપ્યા રાજાએ તે પંડિતને ઘણું ધન આપીને વિસર્જન કર્યા અનુક્રમે ચારે પુત્રો વીશ વર્ષના થયા ત્યારે રાજાએ પુત્રોને પોતાની પાસે બેસાડીને કેટલાક પ્રશ્નો પૂછ્યા, પંડિત થયેલા પુત્રો સંસ્કૃત ભાષામાં ઉત્તર આપવા લાગ્યા. તે સાંભળી રાજાએ પ્રધાનને કહ્યું કે–‘જુઓ ! આ કેવા પંડિત થયા છે ? મંત્રી બોલ્યો કે—એ ખરેખરા પઠિતમૂર્ખે છે,’ રાજાએ કહ્યું કે—તમે કયા કારણથી આમને પઠિત મૂર્ખ કહો છો ?' મંત્રીએ કહ્યું કે—માત્ર પોપટની જેમ ભણ્યા છે. તેઓ લોકાચાર બિલકુલ જાણતા નથી. પોતાની વાતની ખાતરી કરાવવા પ્રધાને રાજાને પુત્રો સહિત પોતાને ત્યાં જમવાનું બહુમાનપૂર્વક આગ્રહથી આમંત્રણ કર્યું. મંત્રીના આગ્રહથી રાજાએ નિમંત્રણને સ્વીકાર્યું અને ભોજનાર્થે મંત્રીના ઘરે પધાર્યા. પાંચ પ્રકારના પકવાન્ન અને ફળફૂલ વગેરે પીરસ્યું. તેમાં ઘણા છિદ્રવાળા પકવાન્નને જોઈને રાજપુત્રો અંદરો અંદર બોલવા લાગ્યા ‘આ બહુ છિદ્રવાળું ને ચતુષ્કોણવાળું બહુ ભયાવહ ગણાય છે તે શું છે ? અમે તો આમાં કાંઈ જાણતા નથી. તેથી આ બાબતમાં શું કહેવું ? આ પ્રમાણે કહી જ્યારે તે ચારે પુત્રો ઊભા થઈ ગયા અને બોલ્યા કે—જ્યાં ઘણા છિદ્રો હોય ત્યાં પંડિતોએ ક્ષણવાર પણ ઊભું ન રહેવું:' કહ્યું છે કે—
छिद्रेष्वनर्था बहुला भवन्ति, तत्त्याज्यं स्थानकं ततः ।
આ પ્રમાણે કહીને ભોજનના ભાજનને તજીને તે ચારે જણા ત્યાંથી ચાલ્યા મંત્રીશ્વરે રાજાને ઈશારાથી જણાવ્યું કે ‘‘આ રાજપુત્રો વેદશ વિપ્રની જેમ લોકસ્થિતિને જાણતા નથી.”
હવે એમની પાછળ માણસ મોકલીને તેની ચર્યા જાણવાની જરૂર છે.' એમ કહીને મંત્રીએ તેમની પાછળ એક માણસને મોકલ્યો. રાજપુત્રો આગળ ચાલતાં રાજદ્વારે પહોંચ્યા. તેટલામાં ત્યાં આનંદ કરતો ગધેડો ઊભેલો જોયો. તેઓએ પરસ્પર પૂછ્યું કે–‘આ પાંચમો બંધુ કોણ છે ?' એમ કહીને શાસ્ત્રના પ્રમાણથી બંધુબુદ્ધિએ તેઓએ તેની ઉપર હાથ ફેરવ્યો. તેઓ બોલ્યા કે—આતુરપણામાં, કષ્ટપ્રાપ્તિમાં દુર્ભિક્ષમાં, શત્રુ સાથેના વિગ્રહમાં, રાજદ્વારે અને સ્મશાને જે સાથે રહે તે જ ખરો બાંધવ સમજવો.' આમ શાસ્ત્રમાં કહ્યું છે. આ રાજદ્વારે ઉભેલો છે તેથી તે બાંધવ ગણવા યોગ્ય છે. આમ વિચારી તેને સાથે લઈને તેઓ આગળ ચાલ્યા. તેવામાં વેગથી ઉતાવળું ચાલતું એક ઊંટ તેમની નજરે પડ્યું. તે જોઈને એક કુમારે બીજાને પૂછ્યું કે— ‘આ કોણ જાય છે ?’ ત્યારે પહેલો બોલ્યો—‘હું જાણતો નથી. પણ ધર્મસ્ય ત્વરિતા પતિ: એમ જાણ્યું છે, માટે આ સાક્ષાત્ ધર્મ હોવો જોઈએ. કહ્યું છે કે—“ચિત્ત ચંચળ છે, વિત્ત ચંચળ છે અને યૌવન પણ ચંચળ છે. માટે પાત્ર તરફ હાથ પસાર અર્થાત્ પાત્રને દાન આપ કારણકે ધર્મની
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૬
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય
ગતિ ઉતાવળી હોય છે. બીજા સર્વ કાર્યોમાં સ્વૈર્ય કરવાનું ન્યાયવાન્ પંડિતો કહે છે અને તેને જ પ્રશંસે છે. પણ બહુ અંતરાયનાં સંભવવાળા ધર્મની તો તેઓ પણ ત્વરિત ગતિ કહે છે. ‘આ પ્રમાણે વિચારીને સૌ બોલ્યા કે, ‘હા, હા ! બરાબર ઓળખ્યો. આ ત્વરિતગામી ધર્મ જ છે.' એમ નિશ્ચય કરીને તેઓ બોલ્યા કે હે ધર્મ ! તું મહાભાગ્યથી અમને પ્રાપ્ત થયેલ છે. તું વાંછિતને આપનાર છે.’ તેઓએ વિચાર્યું કે—‘કન્યાને સારા કુળમાં જોડવી, પુત્રને વિદ્યાભ્યાસમાં જોડવો, શત્રુને કષ્ટમાં જોડી દેવો અને ઇષ્ટને ધર્મમાં જોડી દેવો આમ શાસ્ત્રમાં કહ્યું છે માટે આપણા ઇષ્ટ આ રાસભને આ ધર્મ (ઊંટ)ની સાથે જોડી દેવો યોગ્ય છે.’ પછી એ પ્રમાણે ઉંટ સાથે ૨ાસભને બાંધી બંનેને લઈને તેઓ રાજમાર્ગે ચાલ્યા. આવી રીતે જતા તેમને જોવા માટે લોકો ભેગા થયા અને પરસ્પર કહેવા લાગ્યા કે—‘હે લોકો ! આ વગર પૈસાનું નાટક જુઓ, જુઓ, આ રાજપુત્રોનું દક્ષત્વ પ્રગટ દેખાય છે.' આ પ્રમાણે તેઓ હાસ્યાસ્પદ થવાથી રાજાએ પણ તેઓનો તિરસ્કાર કર્યો અને કહ્યું કે—‘અરે મૂર્ખાઓ ! તમારે મારા નગરમાં જ ન રહેવું.'
પ્રધાનના કહેવાથી રાજાએ તેમને બેસવા માટે બે વૃષભ જોડેલો એક જીર્ણ રથ આપ્યો. તે રથમાં બેસીને તેઓ એક દિશામાં ચાલ્યા. આગળ ચાલતાં એક નગરની પાસેના વનમાં તેઓ આવ્યા. ભોજનને અવસરે એક જણ રાંધવા બેઠો. એક શાક લેવા ગયો. એક ઘી લેવા ગયો અને એક બળદને ચરાવવા ગયો. ચારે જણા પોતપોતાના કામમાં લાગ્યા. ચૂલે મૂકેલા પાત્રમાં કલકલ શબ્દ થવા માંડ્યો. તે સાંભળી રાંધવા બેઠેલા વ્યાકરણ શાસ્ત્રી કુમારે વિચાર્યું કે—આવો શબ્દ લક્ષણશાસ્ત્રમાં આવતો નથી. આ મિથ્યા શબ્દ બોલે છે તેથી તેને શિક્ષા આપું.' આમ વિચારીને તેણે દંડો મારી ચુલા ઉપરના પાત્રને શિક્ષા કરી. તેથી તે પાત્ર ભાંગી ગયું અને શબ્દ બંધ થયો. એટલે તે બોલ્યો કે—જોયું શિક્ષા મળવાથી મિથ્યા શબ્દ બોલતો બંધ થઈ ગયો.' આમ બોલીને તે મૂર્ખ નિરાંતે સૂતો.
બીજો જે કુમાર શાક લેવા ગયો હતો તે દરેક શાક વાત, પિત્ત અને કફાદિ કરનાર જાણીને સર્વ રોગને હરનાર લીંબડાનું શાક લઈને વનમાં આવ્યો. ત્રીજો ઘી લેવા ગયેલો તર્કશાસ્ત્ર જાણનાર કુમાર થી લઈને આવતાં વિચારવા લાગ્યો કે પાત્રાધારે ધૃતં ત્નિ વા ધૃતાધારે પાત્ર ‘પાત્રને આધારે ઘી છે કે ઘી ને આધારે પાત્ર છે ?' એનો નિર્ણય કરવા પાત્રને ઉંધું વાળતાં ઘી ઢોળાઈ ગયું. એટલે તે બોલ્યો કે—ભલે ઘી ઢોળાઈ ગયું પણ એક સંદેહ તો ભાંગ્યો.' આમ કહેતો ખાલી પાત્ર લઈને તે વનમાં આવ્યો. બળદને ચારવા લઈ ગયેલ કુમાર પાસેથી ચોર તે બળદો લઈ ગયા, છતાં તે મૂર્ખ જ્યોતિષી હોવાથી વૃક્ષની છાયામાં બેસીને લગ્ન કુંડળી આલેખી લગ્નના ભાવ વિચારવા લાગ્યો કે—‘સ્થિર લગ્નમાં અને સ્થિર અંશમાં ચંદ્રમા પણ સ્થિર હોય છે, તેવા યોગમાં આ કાર્ય બન્યું છે, તેથી બળદો સ્વયમેવ પાછા આવવા જોઈએ.” આમ વિચારીને તેણે બળદોને પાછા વાળવાનો પ્રયત્ન કર્યો નહીં. અનુક્રમે ભેગા થયા પણ ભૂખ્યા હોવાથી દીન બનીને ગામમાં આવ્યા અને આમ તેમ ફરતાં સોમશ્રેષ્ઠીની દુકાને આવ્યા. શ્રેષ્ઠીએ તેમને ખબર પૂછી ભૂખ્યા હોવાથી ઘરે લઈ જઈને જમાડ્યાં અને સવારે તે ચારેને જુદું જુદું કામ સોંપ્યું.
એક કુમારને ઘીથી ભરેલું પાત્ર વેંચવા આપ્યું અને કહ્યું કે–‘માર્ગે સાવધાન થઈને જજે,
Page #46
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પલ્લવઃ
૨૭ કારણકે ચોરનો ભય છે.” કુમાર તે પાત્ર ઉપાડીને ઉતાવળથી ચાલવા લાગ્યો. પછી અર્ધ માર્ગે તે પાત્ર મૂકીને વિશ્રાંતિ લેવા બેઠો અને બોલ્યો કે, “અરે ! અહીં કોઈ ચોર હોય તો મારી સામે આવો.” આમ કહીને પાત્રનું ઢાંકણું ખોલી પાત્રની અંદર જોવા લાગ્યો. ઘીની અંદર પડેલું પોતાનું પ્રતિબિંબ જોઈને તે બોલ્યો કે, “શેઠે કહ્યું તે વાત સાચી છે. આ પાત્રની અંદર જ ચોર છુપાઈને બેઠો છે. તેથી હવે એને શિક્ષા આપું.” આમ વિચારી તેણે પાત્ર પર પ્રહાર કર્યો ને ચોરને કાઢવા માટે પાત્ર ઉંધું કર્યું. તેથી બધું ઘી ઢોળાઈ ગયું. પછી તેણે પાત્રમાં જોયું તો કંઈ પણ દેખાયું નહીં તેથી આનંદ પામતો તે બોલ્યો કે, “મેં આ બહુ સુંદર કાર્ય કર્યું, ઘી તો ભલે ગયું પણ ચોર તો તેમાંથી નીકળી ગયો.” “પુત્ર' ગયો તો ગયો પણ વહુનો અંબોડો તો કાયમ રહ્યો.” એ પ્રમાણે મૂર્ખ પ્રાયોગ્ય વિચાર કરતો ખાલી પાત્ર લઈને તે શેઠની પાસે જવા પાછો વળ્યો.
બીજા બે કુમારો ગાડું લઈને વનમાં લાકડા લેવા ગયા. માર્ગમાં રથનો ચિત્કાર શબ્દ સાંભળીને તે વિચારવા લાગ્યા કે, “આ રથ રડે છે તેથી તેને કોઈ રોગ થયો હોય એવું જણાય છે.” પછી તે બંને નીચે ઉતર્યા અને ગાડું ઊભું રાખ્યું ગાડાનો અવાજ બંધ થયેલો જાણીને તેઓએ વિચાર્યું કે “આ ગાડું મરી ગયું લાગે છે તેથી જ હવે તે કંઈપણ બોલતું નથી.” આ પ્રમાણે વિચારી ગાડાના અગ્નિસંસ્કાર કરીને તે બંને કુમારો સ્નાન કરવા નદી કિનારે ગયા. તે વખતે ઘી વેચવા ગયેલો કુમાર પણ તૃષાત થવાથી ખાલી પાત્ર લઈને પાણી પીવા ત્યાં આવ્યો. ત્રણે ત્યાં ભેગા મળ્યા. નદીના પાણીમાં બહાર આવીને તેઓ કંઈક વિચાર કરીને અંદરોઅંદર કહેવા લાગ્યા કે, “પંડિતોએ નદીનો વિશ્વાસ કરવો ન જોઈએ. કહ્યું છે કે નદીનો, નખવાળા પ્રાણીઓનો, શૃંગવાળા પ્રાણીઓનો, શસ્ત્રવાળા મનુષ્યોનો તેમજ સ્ત્રીનો અને રાજકુળનો વિશ્વાસ ન કરવો. ત્યારપછી મૂઢપણાથી એક બીજાને ગણવા લાગ્યા. પરંતુ પોતાના વિના અન્યને જ ગણતા હોવાથી બે જણની, ગણના થતી તેથી તેઓ વિચારવા લાગ્યા કે આપણે ત્રણ હતા, તેમાંથી બે થઈ ગયા તેથી જરૂર આ નદી આપણા એક ભાઈને ખેંચી ગઈ છે. આ પ્રકારની ખોટી કલ્પનાથી ત્રણે રડવા લાગ્યા. તેઓને આ પ્રમાણે રડતા જોઈને ત્યાંથી પસાર થતાં એક ગોવાળે તેમને કહ્યું કે તમારું શું ખોવાઈ ગયું છે? જેથી તમે આટલા બધા રડો છો?” ગોવાળને જવાબ આપતા તેઓએ કહ્યું કે, “અમારો ભાઈ ખોવાયો છે તેથી અમે સહુ રડીએ છીએ.” ગોવાળે પૂછયું કે “તમે કેટલા ભાઈ હતા ?” તેઓ બોલ્યા કે–“અમે ત્રણ ભાઈઓ હતા.” એટલે ગોવાળોએ કહ્યું કે–“તમે ત્રણ તો છો.” ત્યારે તેઓ તેને પગે લાગીને બોલ્યા કે—અહો ! તું તો અમારો પરમ ઉપકારી છે, તેથી તે નરોત્તમ ! અમારા ત્રીજા ભાઈને તું બતાવ.” ગોવાળે તે ત્રણેને એક લાઈનમાં બેસાડીને ગણી બતાવ્યા, તો ત્રણ હતા, એટલે તેઓ હર્ષિત થઈને સોમશેઠના ઘર તરફ ચાલ્યા. હવે ચોથાનું શું થયું તે સાંભળો -
સોમશ્રેષ્ઠીના ઘરમાં તેની વૃદ્ધ દાદી હતી, તે બેશુદ્ધ હતી. શ્લેષ્મ અને લાળથી તેનું મોઢું વ્યાપ્ત રહેતું હતું અને જરાવસ્થાથી પીડિત હતી. કહ્યું છે કે-શરીર સંકોચ પામે છે, ગતિ શિથિલ બને છે, દાંત પડી જાય છે. દષ્ટિ ભ્રષ્ટ થાય છે રૂપ નાશ પામે છે, મોઢામાંથી લાળ ઝરે છે, બાંધવો વાત પણ સાંભળતા નથી, સ્ત્રી ચાકરી કરતી નથી અને પુત્રો પણ અવજ્ઞા કરે છે, ખરેખર જરા-ઘડપણ કષ્ટકારી છે. જરાથી પરાભવ પામેલા મનુષ્યના જીવનને ધિક્કાર છે. વળી
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૮
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય જરાવસ્થામાં મુખ દાંત વિનાનું થાય છે, વાણી અસ્પષ્ટ હોય છે, ચાલવાની શક્તિ અને ઇન્દ્રિયો નાશ થાય છે, તેથી જરા બીજી બાલ્યાવસ્થા જેવી છે.
સોમશ્રેષ્ઠીએ ચોથા કુમારને આ વૃદ્ધા પર આવતી માખી વગેરેને ઉડાડવા અને પાણી વગેરે પાવા માટે તેની ચાકરીમાં રાખ્યો. તે વૃદ્ધા સુતી હતી ત્યારે તેના મુખ ઉપર બેસતી માખીઓને ઉડાડતાં તે બોલતો હતો કે- હું તમને સ્પષ્ટ કહું છું કે તમારે અહીં ન આવવું.” આ પ્રમાણે વારંવાર કહેવા છતાં માખીઓ તો વિકળ હોવાથી ત્યાં આવતી હતી. એટલે તેણે તેને ઉડાડીને કહ્યું કે–“હવે હું તમને છેલ્લી વખત કહું છું કે તમે અહીં આવશો નહીં, નહીં તો હવે મારે તમને શિક્ષા કરવી પડશે, પછી મને દોષ આપશો નહીં “આ પ્રમાણે કહેવા છતાં માખીઓ તો અટકી નહીં એટલે તેણે મોટું સાંબેલું ઉપાડ્યું તેથી માખી ઉડી ગઈ અને સાહેલું ડોશીના મોઢા ઉપર પડ્યું. તેથી ડોશી મૃત્યુ પામી ગઈ. સાંબેલાનો અવાજ સાંભળીને શેઠ ત્યાં દોડી આવ્યા અને વૃદ્ધાની આ સ્થિતિ જોઈને પેલા કુમારને કહ્યું કે–રે મહાદુષ્ટ ! આ શું કર્યું? મારી માતાને મારી નાંખી !” તે બોલ્યો કે- હું શું કરું? મેં તો માખીઓને ઘણું કહ્યું પણ તે અટકી નહીં, ત્યારે મારે તેને મારી નાખવી પડી. બીજું મેં કાંઈ કર્યું નથી.” આવી તેની મૂર્ખાઈ જોઈને તેને વધારે ન કહેતાં શેઠે ડોશીનો મૃતદેહ લઈ જઈને અગ્નિસંસ્કાર કર્યો, પછી ઘરે આવીને શેઠ રડવા લાગ્યા. તેટલામાં પહેલાનાં ત્રણ કુમારો પણ ત્યાં આવી પહોંચ્યાં. તેમાંથી બે જણાએ ગદ્ગદ્રસ્વરે ગાડાના મૃત્યુ પામવાની ને તેને બાળી દીધાની વાત કરી. ત્રીજાએ ઘીના પાત્રમાં ચોર પેસી ગયો હતો તેની વાત કરી. આ પ્રમાણે ચારે જણની મૂર્ખાઈની હકીકત જાણીને શેઠે તેને કાંઈક ખાવાનું આપીને ઘરની બહાર કાઢી મૂક્યા. '
આ પ્રમાણે પોતાના ચારે રાજકુમારની મૂર્ખાઈની વાત સાંભળીને રાજાએ તેમને પોતાની પાસે બોલાવી લીધા અને પછી વ્યવહારમાં નિપુણ કર્યા. *
- શ્રીમતિએ આ કથા કહીને પોતાના પતિને કહ્યું છે કે– હે નાથ ! જેમ તે રાજપુત્રો પઠિતમૂર્ખ હતા, તે પ્રમાણે તમારો પુત્ર પણ તેવો જ પઠિતમૂર્ખ છે. પ્રથમ ત્રણ વર્ગ સાધવા માટે નિશાળે, પાઠશાળા અને કામશાળામાં મોકલ્યો હતો તેમ હવે આ ધર્મદત્ત અર્થ અને કામમાં પ્રવીણ થાય અને તે બે વર્ગ સેવે તે માટે યોગ્ય પ્રયત્ન કરો.” એ સાંભળીને શેઠે તેને પૂછયું કે– કામિનિ ! એવો કોઈ ઉપાય છે કે જેથી આ પુત્ર તે બે વર્ગમાં પ્રવીણ થાય ?” શેઠાણીએ કહ્યું કે–“આ પુત્રને જો જુગટીયાઓને સોંપશું તો તેઓ એને થોડા દિવસમાં કુશળ કરશે.” તે સાંભળીને શેઠ બોલ્યા કે–“અરે ! સર્વ અર્થને નાશ કરનારી આવી તારી વિપરિત બુદ્ધિ કયાંથી થઈ? ફસાઈ ગયેલું ભાગ્ય ક્યારેય થપ્પડ મારીને સમજાવતો નથી પણ તે તો જીવને કુબુદ્ધિ જ આપે છે. જેથી ગરીબની જેમ પ્રાણી રડે છે. ઘૂત, વેશ્યાપરનો રાગ, ધાતુવાદ, વિભ્રમ અને યોગીની સેવા આ સર્વે મનુષ્યોને ભાગ્ય રૂષ્ટમાન થાય ત્યારે જ પ્રાપ્ત થાય છે અને તેથી મનુષ્યને તે ક્રિયામાં પ્રવૃત્તિ કરવી ગમે છે.”
લંગોટી તે જ વસ્ત્ર, કુત્સિત અન્નનું જ ભોજન, કર્કશ ભૂમિ તે જ શવ્યા, અશ્લિલવાક્યોવાળી વાણી, વેશ્યા સાથે પ્રેમ, વિટ પુરુષોની સહાય,પરને ઠગવાનો જ વ્યાપાર, ચોરો
Page #48
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પલ્લવ
૨૯
સાથેની મિત્રતા, ઉત્તમ પુરુષો સાથે દ્વેષ અને અનેક પ્રકારના વ્યસનો–આ બધા સંસારવાસની વૃદ્ધિનો ક્રમ સૂચવે છે, એને અંગીકાર કરનારા મનુષ્યો સંસારમાં પરિભ્રમણ કરે છે. તેમાં પણ - જુગાર તો સર્વ આપત્તિનું ધામ છે, દુષ્ટ બુદ્ધિમાં વૃદ્ધિ કરનાર છે, જુગારથી કુળ મલિન થાય છે અને જુગારની પ્રશંસા અધમ લોકો જ કરે છે. “હે પ્રાણપ્રિયે ! આપણા પુત્રને ધૂતકારોને સોંપવાની આ તારી બુદ્ધિ સુંદર નથી કેમકે કુસંગતિથી વળી ડાહ્યા કેવી રીતે થવાય ? શું વિષ ખાવાથી કયારેય જીવિત મળે ? કુસંગથી દોષની પ્રાપ્તિ થાય અને સત્સંગથી ગુણની પ્રાપ્તિ થાય. તે સંબંધમાં વનના બે પોપટનું દષ્ટાંત કહું છું તે સાંભળ!
બે પોપટનું દષ્ટાંત * એક વનમાં કોઈ વૃક્ષ ઉપર એક માળામાં બે પોપટના બચ્ચાં ઉત્પન્ન થયેલાં હતાં. તેમાંથી એક બચ્ચાંને ભિલ્લ લઈ ગયો અને એક બચ્ચાંને કોઈ તાપસ લઈ ગયો. તે બંને ભિલ્લના ને તાપસના સ્થાનમાં તેઓની વાણી સાંભળતાં મોટા થયા. એક વખત ઘોડા દ્વારા અપહરણ કરાયેલો કોઈક રાજા ભિલ્લના નિવાસ તરફથી જતો હતો, તેને જોઈ જોઈને ભિલ્લનો પોપટ બોલ્યો કે–ત્તસ્યમૂલ્ય સ્થિતિ લાખ મૂલ્યવાળો જાય છે, તે સાંભળીને ભિલ્લો દોડ્યા અને રાજાને પકડીને તેનું આખું શરીર તપાસી જોયું, પણ કાંઈ મળ્યું નહીં તેથી ભિલ્લો તેનો ઘોડો લઈને પાછા વળ્યા. પોપટ ફરીથી પાછો બોલ્યો કે- લાખ મૂલ્યવાળો જાય છે.” તેથી પાછા ભિલ્લો રાજાની પાસે આવ્યા અને કહ્યું કે–અમારો પોપટ ખોટું બોલતો નથી, તેથી જે હોય તે સાચું કદી ઘો, તમને અભય છે.” એટલે રાજાએ કહ્યું કે મારી પાસે તો કાંઈ નથી પણ હું લાખો ને ક્રોડોનો માલિક છું–મારે ઘેર પુષ્કળ લક્ષ્મી છે.' તેથી ભિલ્લાએ ઘોડો લઈને રાજાને મુક્ત કર્યો. આગળ જતાં તે રાજા તાપસના આશ્રમ પાસે નીકળ્યો. એટલે તેનો પોપટ બોલ્યો કે–એક મહાનું અતિથિ જાય છે. તેથી તાપસી આવીને રાજાને પોતાના આશ્રમમાં લઈ ગયા અને તેમની સારી રીતે આગતાસ્વાગતા કરી. રાજા તે પોપટને હાથમાં લઈને બોલ્યો કે–“અરે પોપટ ! એક પોપટે મને પકડાવ્યો ને તેં મારો સત્કાર કરાવ્યો, તેનું શું કારણ? તમારા બંનેમાં આટલું બધું અંતર કેમ? તેના ઉત્તરમાં તે પોપટ બોલ્યો કે
माताप्येका पिताप्येको, मम तस्य च पक्षिणः ।
अहं मुनिभिरानीतः, स चानीतो गवाशिभिः ॥ મારી અને તે પોપટની માતા એક છે, પિતા પણ એક છે, પંરતુ મને મુનિઓ લાવ્યા છે અને તેને ભિલ્લો લઈ ગયેલા છે.” તે ભિલ્લોની વાણી સાંભળે છે અને હું મુનિઓની વાણી સાંભળું છું. તમે પ્રત્યક્ષપણે જોયું કે અમારા બંનેમાં સંસર્ગથી ઉત્પન્ન થયેલા ગુણદોષો છે."*
સંત પુરષ પણ દુર્જનના સંસર્ગથી દોષિત બને છે, તેથી તે કાંતે ! પુત્રને કુસંસર્ગથી બચાવવો જોઈએ. કુસંસર્ગથી કુલીનોનો વિકાસ ક્યાંથી થાય? બોરડીના વૃક્ષની પાસે રહેલું કેળનું વૃક્ષ કેટલો સમય સુખે રહી શકે ? આપણા પ્રિયપુત્રને આપણે કુશિક્ષા શી રીતે આપીએ? શાસ્ત્રકારો મરણ પામેલા કે પરદેશ ગયેલા પુત્ર કરતાં કુસંગતિવાળા પુત્રને ખરાબ
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૦
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય કહે છે.” આ પ્રમાણે શ્રેષ્ઠીએ અનેક પ્રકારે સમજાવ્યા છતાં પણ શેઠાણીએ પોતાનો આગ્રહ છોડ્યો નહીં. “પ્રાયે સ્ત્રી, રાજા, યાચક અને બાળક પોતાનો આગ્રહ છોડતા નથી. શેઠાણીએ વારંવાર કહેવાથી શેઠે તેનું વચન સ્વીકાર્યું. “સોવાર કહ્યા છતાં પણ સ્ત્રી, પુરુષને સત્ત્વથી ભગ્ન કરે છે. જેમ મસ્યોને જાળ, મૃગોને વાગરા અને પક્ષીઓને પાસ બંધનકારક છે તેમ પુરુષને સ્ત્રી બંધનકારક છે. જેઓ ગંભીર, સ્થિર તેમ જ મોટા પેટવાળા હોય છે તેમને પણ સ્ત્રી ઘંટીના પડની જેમ ફેરવે છે.”
પછી શ્રીપતિ શેઠે પ્રવીણ ગણાતા ધૂતકારોને બોલાવીને પોતાનો પુત્ર પ્રવીણ કરવા માટે સોંપ્યો. તેઓ પણ મોટા શેઠીઆનો દીકરો પોતાના તાબામાં આવવાથી બહુ ખુશ થયા. ધૂતકારોએ તે દિવસે ધર્મદત્તની સાથે જળક્રીડા, વનક્રીડા, ઉદ્યાનમાં ક્રીડા વગેરે કરી. “જીવ સ્વભાવે જ નીચ સંગતિ કરનારો હોય છે, તો પછી જેમ ગડુચી લીંબડાનો આશ્રય કરે પછી તેની કડવાશમાં શું કહેવું? તેમ પિતાએ પ્રેરેલો પુત્ર નીચ સંગતિમાં આસક્ત થાય તેમાં શું કહેવું? જેમ માખીઓ ચંદનની સંગતિ છોડી દે છે તેમ નીચજનોની સંગતિથી તે ધર્મદત્તે પૂર્વે પિતાએ આપેલ પુણ્યમાર્ગમાં પ્રવૃત્તિ કરાવનારી શિક્ષાને ત્યજી દીધી. સ્વલ્પ સમયમાં તેની સર્વ કળાઓ નાશ પામી. તે સર્વ શાસ્ત્રો ભૂલી ગયો અને તદ્દન ઉશૃંખલ તેમજ મોટો ચોર બની ગયો. “જેમ બગડી ગયેલું દૂધ કાંજીરૂપ થઈ જાય તેમ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલો મનુષ્ય દુર્જન સ્વરૂપે થાય ત્યારે દુસ્સહ થઈ પડે છે.”
એક વખત તે ધૂતકારો તેને મોહ પમાડવા માટે કામ પતાકા નામની વેશ્યાને ત્યાં લઈ ગયા અને વેશ્યાને કહ્યું કે–“તારાથી બને તે રીતે તું આને વશ કરજે એ ધનવાનું હોવાથી તેને કલ્પવૃક્ષની જેમ ફળશે. હવે વેશ્યામાં આસક્ત થયેલો તે પોતાની માતા પાસેથી દ્રવ્ય મંગાવતો હતો અને તેની માતા તેના મંગાવ્યા મુજબ ધન મોકલ્યા કરતી. તેથી તે વેશ્યાની સાથે વિલાસ કરતો આનંદમય રહેતો હતો.
તે પ્રમાણે વેશ્યાની સંગતમાં રહેવાથી તે પોતાના માતા પિતાને પણ ભૂલી ગયો. નિઃશંકપણે વેશ્યા સાથે રમણ કરતાં કરતાં સાત વર્ષ વિત્યા એક વખત શેઠે ઘરે આવવા માટે તેને તેડવા માણસો મોકલ્યાં, પરંતુ તે આવ્યો નહીં, એટલે શેઠ અને તેની પત્ની ખૂબ જ દુઃખી થયા. શેઠે વિચાર્યું કે–દેવતાની વાણી હતી કે–મને પુત્ર સંબંધી સુખ પ્રાપ્ત થવાનું નથી. તે વ્યર્થ કેમ થાય? મેં જે ધર્મના ફળમાં શંકા કરી હતી તે કર્મ અત્યારે મને ઉદયમાં આવ્યું છે.' ત્યારપછી તેઓ પુત્રને વારંવાર તેડાવીને થાકી ગયા પણ તે આવ્યો નહીં. તેથી તેના માતા પિતા પરસ્પર કહેવા લાગ્યા કે–આમાં આપણો પોતાનો જ દોષ છે તો બીજાનો શું કામ વાંક કાઢવો?” અને કોને કહેવું. અપરાધ રૂપ વૃક્ષ વાવવાથી આત્મા દારિદ્ર, રોગ, દુઃખો, બંધન અને અન્ય કષ્ટો રૂપ ફળનો ભોક્તા બને છે. પુત્ર વેશ્યામાં અત્યંત આસક્ત થવાથી શ્રીપતિ તથા શ્રીમતિ પુત્રને ધૂતકારને સોંપવારૂપ પોતાના દોષનો પશ્ચાત્તાપ કરવા લાગ્યા. “જેમ પહેલો પોતાના હાથમાંથી વસ્તુ નાંખી દીધા પછી પાછી તેને મેળવવાનો પ્રયત્ન કરવો તે ફોગટ છે.’ તેમ જુગારીની સંગતિથી પુત્રને પાછો વાળવાનો પ્રયત્ન પણ વ્યર્થ છે. હવે પોતાને પુત્ર વિનાના
Page #50
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પલ્લવઃ
જ માનતા તે દંપતી પુત્રની ચિંતા છોડીને ધર્મધ્યાનમાં પરાયણ થયા. અનુક્રમે તેઓ શુભધ્યાનથી મરણ પામીને મહર્ષિક દેવો થયા. માતાપિતાનું મરણ સાંભળીને પણ પુત્ર ઘરે આવ્યો નહી. જ્યાં સુધી માતાપિતા હતા ત્યાં સુધી તો ધર્મદત્તના મંગાવ્યા પ્રમાણે તેઓ વેશ્યાને ધન મોકલાવ્યા કરતા હતા, ત્યારપછી તેની સ્ત્રી પણ ધન મોકલાવતી હતી, પણ જ્યારે તે ધનહીન થઈ ત્યારે તે દ્રવ્ય મોકલી શકી નહીં અને તેને પણ રેંટીયાનું શરણ લેવું પડ્યું કહ્યું છે કે :
–
કંતવિભ્રૂણી કામિની, કોને શરણે જાય, રેંટડીએ પૂણી કરી, પેટ ભરે જઈ તાય.
૩૧
એક દિવસ વેશ્યાએ મોકલેલી દાસી ધન લીધા વિના પાછી આવી તેથી ધર્મદત્તને નિર્ધન જાણીને વેશ્યાની માતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો. ‘ખરેખર, નિર્ધનને કોઈ ઇચ્છતા નથી. લોકોમાં પણ લક્ષ્મી સહિત ગોવિંદ ગામમાં રહે છે એટલે કે ગામમાં મંદિર હોય છે અને શિવ લક્ષ્મી વિનાના હોવાથી અરણ્યમાં વસે છે.” જેમ ગોળ હોય, માથે છાપ હોય પણ જો તે ખોટું નાણું હોય તો તેને કોઈપણ હાથમાં લેતું નથી તેમ સારી આકૃતિવાળો અને વિદ્યાવાળો વ્યક્તિ જો દ્રવ્ય વિનાનો હોય તો તેને કોઈ માન આપતું નથી. સર્વ લોકો દ્રવ્યના દાસ છે, મનુષ્યના નહીં. જેમ સુકાઈ ગયેલા પાણી વિનાના સરોવરને પક્ષીઓ પણ ઇચ્છતા નથી અને તેની સામે પણ જોતાં નથી તેમ આ ધર્મદત્ત વેશ્યામાં સ્નેહવાળો હતો, લાંબાકાળથી વેશ્યાએ તેને સેવેલો હતો, તેનું પુષ્કળ દ્રવ્ય લીધું હતું,, છતાં એકવાર દ્રવ્ય ન આવવાથી વેશ્યાએ તેને કાઢી મૂક્યો. વેશ્યામાં સ્નેહ હોતો નથીં, દ્રવ્યમાં સ્થિરતા હોતી નથી, મૂર્ખમાં વિવેક હોતો નથી અને બાંધેલા કર્મનો ભોગવ્યા વિના વિનાશ થતો નથી. વિરકત થયેલી વેશ્યા, પ્રાણસંદેહ, ધનહાનિ, પરાભવ વગેરે સર્વ પ્રાણીને દુર્જનની જેમ અનર્થ કરે છે. વાદળની છાયા, તરણાનો અગ્નિ, દુર્જનમાં પ્રીતિ, સ્થળમાં જળ, વેશ્યાનો રાગ અને કુમિત્રની મિત્રાઈ એ છએ પાણીના પરપોટા જેવા છે.
આ પ્રમાણે વિચારતો ધર્મદત્ત પોતાના ઘરની પાસે આવ્યો ત્યારે તેણે ઘરની દુઃખકારી અવસ્થા જોઈ. દરવાજો પડી ગયો હતો, ભીંતો જર્જરીભૂત થયેલી હતી અને બારણાઓ તૂટી ગયા હતા. ઘરની આવી સ્થિતિ જોઈને પોતાના વ્યસનાસક્તપણાને નિંદતો તે ઘરની અંદર ગયો. ઘરની અંદર આંખમાંથી આંસુ સારતી અને રેંટિયો કાંતતી પોતાની પ્રિયાને જોઈ. અને સ્ત્રીએ પણ ઇંગિતઆકારાદિ વડે તેને ઓળખીને યથાયોગ્ય સત્કાર કર્યો. કારણકે પ્રજાનો દેવ રાજા છે, મનુષ્યોના દેવ પિતૃઓ છે, સુશિષ્યના દેવ ગુરુ છે અને સ્ત્રીઓનો દેવ પતિ છે. વળી ગાંભીર્ય, ધૈર્ય, ઔદાર્ય, ચતુરાઈ, નિર્લોભતા, સર્વ સહનશીલતા, માધુર્ય અને સરળતા—એ સુસ્ત્રીના ગુણો છે. પત્નીએ ધર્મદત્તને કોગળા કરવા પાણી આપ્યું, ત્યારબાદ તેની પાસે આસન મૂક્યું, ધર્મદત્ત તે આસન પર બેઠો ત્યારપછી તેણીએ તેની પાસે ઘરના સ્વરૂપનું નિવેદન કર્યું. તે સાંભળીને ખેદ પામેલા અને દિગ્મૂઢ થઈ ગયેલા પોતાના પતિને જોઈ સ્ત્રી બોલી કે—‘હે સ્વામી ! હે પ્રાણેશ ! ચિંતા કેમ કરો છો ? તમે જો સાજાતાજા છો, દક્ષ છો, તો કાંઈ ગયું નથી, જો તમે સાવધાન થઈને બધું સંભાળશો તો તો બધું સારું થશે. માટે ખેદ કરો નહીં.' પ્રિયાના આવા વચનો સાંભળીને ધર્મદત્ત બોલ્યો કે—હે પ્રિયે ! ખેદ કેમ ન થાય ? કેમકે નિર્ધન એવા
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૨
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય મનુષ્ય મૃતપ્રાયઃ ગણાય છે. કહ્યું છે કે જેની પાસે દ્રવ્ય છે તેના જ સહુ મિત્રો થાય છે, તે જ સાચો પુરુષ ગણાય છે. તેનું જ જીવિતવ્ય સાર્થક ગણાય છે. “જાતિ, વિદ્યા ને રૂપ એ ત્રણેથી રહિત મનુષ્ય પણ જો અર્થસંપન્ન હોય તો સર્વગુણો સ્વયમેવ પ્રગટ થાય છે.”
આ પ્રમાણે સાંભળીને પત્ની બોલી કે– હું આપને અર્થ ઉપાર્જન કરવાનો ઉપાય બતાવીશ, ત્યાં સુધીમાં હે નાથ ! આપ પ્રથમ ભોજન કરી લો.' પછી ધર્મદત્તે સ્નાન કરી, દેવાર્શન કરીને ભોજન કર્યું. તે મનમાં વિચારવા લાગ્યો કે “મારી પત્ની શું કોઈ નિધાન બતાવશે ?' ક્ષણવાર વિશ્રામ લઈને તેણે પ્રિયાને પૂછ્યું કે- હે પ્રિયે ! મને અર્થોપાર્જનનો ઉપાય બતાવ.” તે બોલી “હે સ્વામી ! મારા આભૂષણો લક્ષ મૂલ્યના છે. તેમાંથી મારા કુંડળો ૫૦૦ દીનારનાં મૂલ્યના છે. તે વેચીને તેનું જે દ્રવ્ય આવે તેનાથી આપ વ્યાપાર કરો. ધર્મદત્ત પાંચશો દિીનારથી શું વેપાર કરવો? તેનો વિચાર કરવા લાગ્યો. પણ પૂર્વે કરોડપતિ પિતાના વ્યાપારમાં જોડાયેલા તેને કોઈ વેપાર ધ્યાનમાં આવ્યો નહિ. તેથી તે બોલ્યો કે, “હે પ્રિયે ! મેં પૂર્વે કોટી દ્રવ્યથી વેપાર કરેલ છે તેથી અત્યારે અલ્પ દ્રવ્યથી કોઈ નાનો વેપાર કરવાની મારી ઇચ્છા નથી મને શરમ આવે છે. તેથી હું વહાણમાં કાંઈક કરીયાણા લઈને સમુદ્ર માર્ગે વ્યાપાર કરવા જાઉં, કારણકે તે વિના દ્રવ્ય મળવાનો સંભવ નથી. હ્યું છે કે “શેરડીનું ક્ષેત્ર, સમુદ્ર, જાત્યવંત રત્નાદિક કે રાજાની મહેરબાની એ ક્ષણ માત્રમાં દરિદ્રતાનો નાશ કરે છે.”
- પ્રિયાએ કહ્યું કે–“હે સ્વામી હમણા સમુદ્રપ્રયાણનું શું કામ છે? કારણકે સર્વકાર્યમાં સદા ભાગ્યની જ પ્રાધાન્યતા છે. પુણ્યથી જ પ્રાણીઓને વાંછિતાર્થની પ્રાપ્તિ થાય છે. પુણ્યવિના માત્ર ઉદ્યમથી પણ દ્રવ્યપ્રાપ્તિ થતી નથી. જુઓ. સૂર્ય આખો દિવસ આકાશમાં ભમે છે તો પણ આઠમા સમુદ્ર પર તે જઈ શકતો નથી અને વિંધ્યાચળ પોતાના સ્થાનથી એક પગલું પણ ખસતો નથી છતાં અનેક હાથીઓની પ્રાપ્તિ તેને થાય છે. કેટલાક મનુષ્યને પોતાના ઘરમાં રહેવા છતાં કલ્પલત્તાના ફળની જેમ લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને કેટલાકને સમુદ્ર ઉલ્લંઘતા, ખાણ ખોદતાં, પૃથ્વીતળ પર ભમતાં અને અનેક પ્રકારનો વ્યવસાય કરવા છતાં પેટ પૂરતું ખાવા પણ મળતું નથી. લોકમાં કર્મથી અધિક વ્યવસાય કહેવાય છે. પણ તેથી પણ અધિક ભાગ્યવાનું કહેવાય છે તે ઉપર રત્ન અને રાજિલની કથા આ પ્રમાણે છે.
| રન-રાજિલની કથા * ગાંધર્વ નામના નગરમાં રત્ન અને રાજિલ નામના બે વણિકો રહેતા હતા. તે બંને હંમેશા પરસ્પર વિવાદ કરતા હતા અને કોઈપણ પુરુષાર્થ કર્યા વગર બેસી રહેતા હતા. તે બંનેમાંથી જે રત્ન હતો તે વ્યવસાયથી સફળતા માનતો હતો અને રાજિલ દીર્ધદષ્ટિ પણે ભાગ્યની જ પ્રશંસા કરતો હતો. પરસ્પર હઠ કરતા તે બન્નેને લોકોએ ઘણા અટકાવ્યા પણ તેઓ અટક્યા નહીં. આ વાતની જાણ થતાં રાજાએ તે બન્નેને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે “તમે ફોગટ વાદ શા માટે કરો છો? જે જેને સુખદાયક લાગે તે કરો. જે જેનાં મનમાં ગમ્યું તે કાર્ય નિદ્ય છતાં પણ સુંદર જ સમજવું. સુખની પ્રાપ્તિ માટે તમે બે એકબીજાથી વિપરીત ક્રિયામાં પ્રવૃત્તિ કરો તેથી તેમાં જે ફાવશે તે સાચો ગણાશે.” તે સમયે રાજિલ બોલ્યો કે “હે
Page #52
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પલ્લવઃ
૩૩ સ્વામી ! તમારાથી મોટા તમારે સાત ભાઈઓ હતા છતાં તમને જ રાજ્ય કેમ મળ્યું ?” ત્યારે રન બોલ્યો કે-“શત્રને પીડા કરવી વગેરે કાર્યો તમે ન કરો તો તમારા રાજ્યની વૃદ્ધિ શી રીતે થાય? અથવા અનેક જાતિના મોદકોથી ભરેલો થાળ મુખ આગળ પડ્યો હોય છતાં જો કોળીઓ ભરીને તેમાંથી મોઢામાં મૂકવાનો પ્રયાસ કરવામાં ન આવે તો શું તૃપ્તિ થાય?” આ પ્રમાણેનો બંનેનો વિવાદ સાંભળીને હાસ્ય અને રોષથી આક્રાંત થયેલા રાજાએ પોતાના માણસ દ્વારા માનવડે દુર્ધર થયેલા તે બન્નેને એક પાણી વિના ના કુવામાં નંખાવ્યા.
- રાજિલ તો કુવામાં પણ નિરાંતે સુઈ ગયો અને રત્ન ચારે બાજુ માર્ગ શોધતો ફરવા લાગ્યો. મધ્યાહે રાજાએ તે બન્નેને માટે આઠ લાડુ મોકલ્યા, તે જાગતા એવા રત્ન ગ્રહણ કર્યા. પછી તેણે રાજિલને જગાડ્યો અને તેમાંથી ચાર લાડુ દયાપૂર્વક તેને ખાવા આપ્યા. સાંજે રાજાએ તે બન્નેને કુવામાંથી બહાર કઢાવીને તેમની સ્થિતિ પૂછી ત્યારે રાજિલે તો રંગમાં આવીને પોતાના ભાગ્યની ખૂબ પ્રશંસા કરી. તેણે કહ્યું કે–હે રાજન્ ! આ રત્નને ભમતા અને પ્રયાસ કરતાં જેટલા લાડવા મળ્યા એટલા મને સુવા છતાં પણ મળ્યા. તે સાંભળીને રત્ન બોલ્યો કે, “મેં કૃપા કરીને તેને ઉંઘમાંથી જગાડ્યો ત્યારે તને લાડુ મળ્યાને ?” એટલે રાજિલ બોલ્યો કે“મારા ભાગ્યે તને એવી બુદ્ધિ આપી કે આને જગાડ, તેથી મને જગાડ્યો.” પછી રાજાએ મોદકમાં નાંખેલી પોતાની વીંટી માંગી, તે રાજિલના હાથમાં આવેલી હોવાથી તેણે આપી. આ પ્રમાણે ભાગ્યની પ્રત્યક્ષ પરીક્ષા થવાથી રાજાએ તે બંનેને સમજાવ્યા અને ભાગ્યની સાફલ્યતા સ્વીકારી તેઓને પુણ્યકાર્ય કરવાની ભલામણ કરીને વિદાય કર્યા.* - આ કથા કહીને ધર્મદત્તની પત્નીએ પોતાના ભર્તારને કહ્યું કે– સ્વામી ! જો પુણ્યોદય થયો હશે તો પ્રયાસ વિના પણ બધું ઘરે બેઠા મળી રહેશે. કહ્યું છે કે- “ઉદ્યમ કરનારા પુરુષને ભાગ્યાનુસારે જ ફળ મળે છે. જુઓ ! સમુદ્રનું મંથન કરતા હરિને લક્ષ્મી મળી અને હર એટલે કે શિવને વિષ પ્રાપ્ત થયું. “માટે ન્યાયધર્મથી ઉદ્યમ કરતાં જે મળે તે ઘણું માનવું, અન્યાય કરવાથી ક્યારેક ઘણું ધન મળે તો પણ તે થોડા વખતમાં જ નાશ થાય છે. અન્યાયોપાર્જિત દ્રવ્ય ક્ષણમાત્ર પણ રહેતું નથી. તે સંબંધમાં કાશી નિવાસી ધનાવહ શેઠનું દષ્ટાંત છે.
ધનાવહશેઠનું દષ્ટાંત *વાણારસી નગરીમાં સર્વ કાર્યમાં કુશળ, ધનાઢ્ય ધનાવહ નામે એક શ્રેષ્ઠી વસતો હતો. તે ઘીનો મોટો વેપારી હતો. એક દિવસ તેણે એક ગ્રામ્ય સ્ત્રી પાસેથી ખોટા તોલા વડે વધારે ઘી લઈને સવા રૂપિઓ ઉપાર્જન કર્યો. પછી તેણે વિચાર્યું કે-“અન્યાયનું દ્રવ્ય વધારે વખત ટતું નથી તેથી આ સવારૂપિયાને આજે જ ભોજનાદિમાં વ્યય કરી નાખું.” એમ વિચારીને તે દ્રવ્યવડે ઘઉં, ઘી, ખાંડ વગેરે પોતાના પુત્રને અપાવીને કહ્યું કે–આ વસ્તુથી તારી માતા પાસે ઘેબર કરાવજે.” પુત્રના મોઢામાંથી તો રસ ઝરવા લાગ્યો. તેણે હર્ષિત થઈ ઘરે જઈને પોતાની માતાને ઘેબર કરવા કહ્યું. તેણે ઘેબર કર્યા. જમવાનો વખત થયો, તેટલામાં બહારગામથી શેઠના
જમાઈ બીજા મિત્રોની સાથે શેઠને ઘરે આવ્યા શેઠાણીએ આગ્રહપૂર્વક તેમને જમવા બેસાડ્યા - અને ઘેબર જમાડીને પ્રસન્ન કર્યા. કહ્યું છે કે–“સ્ત્રીઓને ક્લેશ, કાજળ અને સિંદુર એ ત્રણ
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૪
શ્રી ધર્મદ્રુમ મહાકાવ્ય પ્રિય હોય છે અને તે કરતાં પણ દૂધ, જમાઈ અને વાંજિત્ર એ ત્રણ અતિપ્રિય હોય છે.” જમાઈ જમીને પોતાને ગામ ગયા પછી શેઠ જમવા માટે ઘરે આવ્યા અને સ્નાન તથા દેવપૂજા કરી, શેઠ તો ઘેબર ખાવાના મનોરથોમાં રમી રહ્યા હતા. શેઠાણીએ શેઠને જમવા બોલાવતા કહ્યું કે-“મધ્યાન્હ થઈ ગયો છે, હવે તો જમવા પધારો, ભૂખ્યા થયા હશો.” શેઠ બોલ્યા કે–“આજ તો નિરાંતે જમવું છે.” તે વખતે શેઠને ઘેબર ખાવાનો ભ્રમ શેઠાણીએ ભાંગ્યો નહીં. શેઠ પણ બધું કાર્ય પતાવીને વિશાળ થાળ લઈ જમવા બેઠા અને હમણાં ઘેબર પીરસાશે એમ આશા કરવા લાગ્યા એટલે શેઠાણી હસીને બોલ્યા કે–“આપ ઘેબરના ભૂખ્યા છો પરંતુ ઘેબર તો જમાઈ આવ્યા હતા તે ખાઈ ગયા.” શેઠાણીના આવા વચનો સાંભળીને શેઠને અત્યંત શોક થયો અને શેઠ કોપાયમાન થઈને વિચારવા લાગ્યા કે–આઠ વર્ષના બાળકની જેમ તે જમાઈના દાંત પડી જજો. તેના માથા પર મુગર પડજો. “જમાઈ તો સદા દૂર સદા રૂષ્ટ અને સર્વદા પૂજાને ઇચ્છનારો કન્યારાશિમાં રહેલો દશમો ગ્રહ છે.” આ પ્રમાણે શેઠ વિચારે છે તેટલામાં ડાકણની જેમ મોટા શબ્દ પોકાર કરતી પેલી ઘી વેચનારી સ્ત્રી ત્યાં આવી અને બોલી કે અરે વિશ્વાસુને ઠગનાર ! માયાવી ! જનવંચક! ચોર ! તેં મારી પાસેથી પ્રમાણ કરતાં વધારે ઘી કેમ લીધું? ચાલ જલ્દીથી રાજમંદિરમાં ચાલ.આમ કહીને અડધું જમેલ છે તેવી સ્થિતિમાં તેણે શેઠને હાથ પકડીને ઊભા કર્યા. તે વખતે શેઠે વિચાર્યું કે–આ અન્યાયોપાર્જિત દ્રવ્ય તો બે પ્રહર પણ ટક્યું નહીં.” આમ વિચારીને પેલી ઘીવાળીને પગે પડી, સમજાવી તેના વધારે લીધેલા પૈસા પાછા આપીને તેને વિદાય કરી.
- ધર્મદત્તની સ્ત્રી આ કથા કહીને કહે છે કે –“હે પ્રિય! ન્યાયયુક્ત વેપાર કરતાં થોડું કે ઘણું જે મળે તે ભાગ્ય વડે સેંકડોગણું થાય છે.” આ પ્રમાણે સાંભળીને ધર્મદત બોલ્યો કેપ્રિયે તું સત્ય કહે છે પણ ભાગ્ય અને અભાગ્યની ખબર ઉદ્યમ કર્યા વિના પડતી નથી. કહ્યું છે કે–“ઉદ્યમ, સાહસ, પૈર્ય, બળ, બુદ્ધિ અને પરાક્રમ આ છ ગુણો જેની પાસે હોય તે મનુષ્યથી દૂર જવા ભાગ્ય પણ શંકા કરે છે.” વળી “અર્થ, યશ, કીર્તિ, વિદ્યા, વિજ્ઞાન, પુરુષકાર એ સર્વ મનુષ્યને પ્રાયે પરદેશમાં જ પ્રાપ્ત થાય છે.” ઉદ્યમ પરમમિત્ર છે ને આળસ પરમશત્રુ છે. તેથી આળસને સર્વ પ્રકારે જીતીને સર્વકાર્યમાં સમર્થ થા. એમ કહેલ છે તેથી હે પ્રિય એકવાર તો હું વહાણમાં મુસાફરી કરવા ઇચ્છું છું. પતિનો આવો આગ્રહ હોવાથી પ્રિયાએ સંમતિ આપી ધર્મદત્તે એક વહાણ તૈયાર કરાવ્યું.
ત્યારપછી સારે દિવસે સર્વ સ્વજનોને પૂછીને–રજા માંગીને તે વહાણમાં બેઠો અને કર્કોટક તપ તરફ પ્રયાણ કર્યું. એ પ્રમાણે જતાં જતાં રસ્તામાં પાપકર્મનો ઉદય થવાથી વિપરીત પવન વડે તે વહાણ અકસ્માત ભાંગી ગયું. ભાગ્યોદયથી ધર્મદત્તને એક પાટીયું મળી ગયું એટલે તે સ્વજનની જેમ તેને વળગી પડ્યો. પછી તે પાટીયાને સહારે પાણીમાં તરતો અને પ્રિયાના વચનોને યાદ કરતો તે કિનારે પહોંચ્યો. પણ તે કિનારાને ભયંકર જોઈને તે બોલ્યો કેપરવાળાના વનોનું કલ્યાણ થાઓ, મણિઓને નમસ્કાર થાઓ અને મૌક્તિકવાળી છીપોનું પણ મંગળ થાઓ. હું તો આ પાટીયામાં જ તે બધા ગુણો સમજું છું કે જેના આધારવડે હું આ સમુદ્ર તરી ગયો અને મને કોઈ જળચરોએ હેરાન કર્યો નહીં. વળી લૌકિકમાં કહેવાય છે કે આ
Page #54
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પલ્લવઃ
૩૫ સમુદ્રમાંથી દેવોએ અમૃત મેળવ્યું. ઇન્દ્ર ઉચ્ચ શ્રવા અશ્વ મેળવ્યો અને કૃષ્ણ અદ્ભુત પરાક્રમવાળી લક્ષ્મી મેળવી આ પ્રમાણે ચિરંતન કાળથી કહેવાતું આવે છે, પણ મેં તો આ સમુદ્રની સેવા કરતાં અને તેમાં ભટકતાં માત્ર ખારા પાણી સિવાય બીજું કાંઈ જોયું નહીં.” આ પ્રમાણે બોલતો ને વિચારતો એ અનેક વનશ્રેણિને જોતો જોતો આગળ ચાલે છે. તેટલામાં તેણે એક ચંદ્રબિંબ જેવા ઉજ્જવળ જળવાળું સરોવર જોયું. સરોવરનું મીઠું પાણી પીને તે તેના તીર ઉપરના વૃક્ષોની છાયામાં વિશ્રાંતિ લેવા બેઠો અને દુઃખથી ઉગ પામ્યો હોવાથી અનેક પ્રકારની ચિંતા કરવા લાગ્યો. તેવામાં નિદ્રા આવવાથી તે ત્યાં પાંદડાઓના સંથારા ઉપર સુતો. એને જેવી નિદ્રા આવી તેવું જ કોઈએ ત્યાંથી તેનું અપહરણ કર્યું. તેથી તે જાગી ગયો અને તેણે મોટી કાયાવાળો ભય ઉત્પન્ન કરે તેવો અને જાણે હમણાં જ ખાઈ જાય તેવો રાક્ષસ જોયો.
તે આંખો મીંચીને વિચારવા લાગ્યો કે “હરણ પાસને જેમ તેમ છેદીને, વાગરાને ભેદીને, અગ્નિ શિખાવાળા વનમાંથી દોડીને તેમજ પારધીના બાણને ચુકાવીને કુદ્યો તો આગળ કુવો હતો તેમાં પડ્યો. અર્થાત્ ભાગ્ય વિપરીત હોય ત્યાં પ્રયત્ન કંઈ કામ તો નથી આવતો એટલું જ નહીં ઊલટો હાનિ કરનાર થાય છે. ત્રણખંડના સ્વામી યાદવોના પતિ, રિપુસમૂહરૂપ તૃણમાં અગ્નિ જેવા કૃષ્ણદેવનું મરણ એક સાધારણ બાણવડે થયું તેથી હું તો વિધિ જ બળવાનું છે એમ માનું છું. પૂર્વે જુગારમાં અને વેશ્યાના પાશમાં ફસાયો હતો, તેમાંથી માંડમાંડ છૂટીને દ્રવ્યોપાર્જન માટે વહાણમાં ચડ્યો, ત્યારે વહાણ ભાંગ્યું, સમુદ્રમાં પડ્યો, તેમાં પણ પાટીયું મળી જવાથી કિનારે પહોંચ્યો ત્યારે પાછો આ રાક્ષસના હાથમાં સપડાણો, હવે હું શું કરું? ને ક્યાં જાઉં? માટે હવે તો જે થવાનું હોય તે થાઓ.” તે આમ વિચારીને ઊભો થાય છે. તેટલામાં રાક્ષસ તેને કોઈ સ્થાનકે મૂકીને ચાલ્યો ગયો.
પછી પોતાને છૂટો થયેલો જાણીને ધર્મદત્તે આંખ ઉઘાડીને જોયું તો ત્યાં રાક્ષસને જોયો નહીં. તેને બદલે એક કન્યા તેના જોવામાં આવી, વૃક્ષની છાયામાં ઊભેલી, દિવ્યરૂપ અને સૌભાગ્યવાળી તથા શ્રેષ્ઠ વસ્ત્રાલંકાર ધારણ કરેલી તે કન્યાને જોઈને ધર્મદત્ત આશ્ચર્ય પામ્યો. તે વિચારવા લાગ્યો કે–“રાક્ષસ ક્યાં ગયો? આ સ્ત્રી શું રાક્ષસી છે અથવા મને આશ્ચર્ય પમાડવા માટે તે રાક્ષસે જ આ કન્યાનું રૂપ ધારણ કર્યું છે? અથવા શું આ વિદ્યાધરી છે? સામાન્ય સ્ત્રી છે? દેવાંગના છે? વ્યંતરી છે? કે નાગલોકમાં ઉત્પન્ન થયેલી નાગકુમારી છે?” આ પ્રમાણે વિચારતાં ધર્મદતે વૈર્ય અવલંબીને નિર્વિકલ્પવાળા ચિત્તે તે બાળાને પૂછ્યું કે– સુંદરી! તું કોણ છે? તેણે પૂછયું કે- તમે કોણ છો ? ધર્મદત્તે કહ્યું કે– હું મનુષ્ય છું.” એટલે તે બોલી કે- હું પણ મનુષ્યણી છું.” ત્યારે ધર્મદને પૂછ્યું કે– કન્યા ! તું આવા વિષમ અરણ્યમાં એકલી કેમ વસે છે?” તેણે કહ્યું કે–દેવના યોગથી મારી વિષમ સ્થિતિ થઈ છે.” કુમારે પૂછ્યું કે તારી વિષમ સ્થિતિ કયા કારણથી અને કેવી રીતે થઈ છે ? ત્યારે તે બોલી કે મિત્ર ! મારી આશ્ચર્યકારી કથા હું કહું છું તે સાંભળો
* સમુદ્રની મધ્યમાં સિંહલદ્વીપમાં કમલ નામનું નગર છે. ત્યાં પોતાના નામને સાર્થક કરનાર ધનસાર નામનો મુખ્ય શ્રેષ્ઠી છે. તે શેઠને કૃષ્ણની પત્ની લક્ષ્મીની જેમ રૂપ લાવણ્યથી
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૬
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય ભરેલી અને નારીજનમાં શિરોમણિ ધનશ્રી નામે સ્ત્રી છે. અનુકૂળ, મધુરવાણી વાળી, દક્ષ, સરલ અને લજ્જા ગુણવાળી સ્ત્રી તે સાક્ષાત્ લક્ષ્મી જ છે તેમાં કોઈ સંશય નથી. તેની કુક્ષીથી ઉત્પન્ન થયેલી અને પવિત્ર મનવાળી ધનવતી નામે હું તેની પુત્રી છું. તે તેના માતાપિતાને પ્રાણથી પણ વધારે વહાલી છે. તે યોગ્ય વયે સર્વ કળાઓ શીખી. અનુક્રમે યૌવનાવસ્થા પામી, તેના પિતાએ તેને જોઈને વિચાર કર્યો કે– હવે આ પુત્રી વરયોગ્ય થઈ છે,” “પુત્રી જન્મે ત્યારે શોક થાય છે, વૃદ્ધિ પામે ત્યારે ચિંતા વધે છે અને પરણાવતી વખતે દંડ આપવો પડે છે, તેથી પુત્રી સમાન બીજી વેદના નથી.” ““જેણે કોઈની પ્રાર્થના કરી નહીં, જેને એક પુત્રી થઈ નહીં અને જેને સુખમય આજીવિકા પ્રાપ્ત થઈ–તે ત્રણે સુખે જીવે છે.” પછી મારા પિતાએ એમ પણ ચિંતવ્યું કે-“કોઈ ભાગ્યવાનું અને ગુણવાનું વર મળી જાય તો તેને આ પુત્રી આપું.” “જાતિ, રૂપ, વય, વિદ્યા, આરોગ્ય, વિશાળ કુટુંબ, ઉદ્યમ અને સદાચરણ આ આઠ ગુણો વરના છે.”
મૂર્ખ, નિર્ધન, દૂર રહેનારો, શૂરવીર અને મોક્ષનો અભિલાષી, તેમજ ત્રણગણી વધારે વયવાલા વરને કન્યા ન આપવી.” “ન્યાયોપાર્જિત દ્રવ્યવાળો, વિનયવાનું, શ્રીમાનું, કુલિનાગ્રણી, રૂપમાં કામદેવ જેવો, ત્યાગમાં બલિરાજા જેવો, ભોગપ્રિય, શિષ્ટ એવા આચાર, વિચાર, કળા, કૌશલ્ય અને પાંડિત્યવાળો, ધર્મપ્રિય, પ્રીતિયુક્ત ભાષણ કરનારો અને જાણે અમૃતથી ભરેલો હોય તેવો પ્રાણેશ્વર મળવો દુર્લભ છે.”
શેઠે પુત્રીના વરને માટે અનેક ગૃહસ્થોના પુત્રોને જોયા પણ કોઈની જન્મપત્રી પોતાની પુત્રી સાથે મળતી આવી નહીં. તે કારણે મારા પિતાએ ચિંતવ્યું કે–“તો જન્મપત્રીના યોગથી મારી પુત્રીને યોગ્ય વર જોઈ જોઈને થાકી ગયો. “એવામાં ચંદ્રપુરથી કોઈક જયોતિષી ત્યાં આવ્યો. તે વાત સાંભળીને તેને પોતાની પાસે બોલાવી મારા પિતાએ કહ્યું કે- હે જ્યોતિર્વિદ્ર! તમે જગદ્ગાતા કહેવાઓ, તો મારી પુત્રીને યોગ્ય વર કયા સ્થળે છે તે કહો. કેમકે મારી પુત્રી મોટી થઈ છે અને તેને યોગ્ય વર મળતો નથી.” પછી તે જ્યોતિષી મારી જન્મપત્રી અનુસાર પ્રહમેળાપક જોઈને બોલ્યો કે- “હે શ્રેષ્ઠીવર્ય ! સાંભળો. ચંદ્રપુર નગરમાં શ્રીપતિ નામે શ્રેષ્ઠી હતા, તેની શ્રીમતિ નામે સ્ત્રી હતી. તેનો ધર્મદત્ત નામે પુત્ર છે, તે સૌભાગ્યવાનું અને પુણ્યશાળી છે. તે તમારી પુત્રીને યોગ્ય વર છે.'
તે સાંભળીને હર્ષિત થયેલા મારા પિતાએ તેને ફરી તેના ગુણો વિષે પૂછયું. એટલે તે વિપ્ર બોલ્યો કે–“મેં એના જેવો ગુણવાનું વર બીજો જોયો નથી તે વિદ્યા, યશ, વય, ભાગ્ય અને કૃતજ્ઞત્વાદિ ગુણવાળો છે અને તેણે સોળ કોટી દ્રવ્ય તો વેશ્યાના સમાગમમાં વાપર્યું છે.” આ પ્રમાણેના તે ગણકના વાકય સાંભળીને મારા પિતાએ કહ્યું કે મારી પુત્રી, હું તે ધર્મદત્તને જ આપીશ, બીજાને આપીશ નહીં તો હવે તેની સાથેનો સારો લગ્નદિવસ જોઈ આપો કે જે શુભ યોગવાળું અને અત્યંત શુદ્ધ હોય.” વિપ્રે કહ્યું કે–“આજથી પંદરમા દિવસને અંતે શુભ લગ્ન છે. આ વર્ષમાં તેના જેવું બીજું ઉત્તમ લગ્ન દિવસ નથી.” શેઠ બોલ્યા કે–એટલા થોડા દિવસમાં ત્યાં જવું આવવું શી રીતે બની શકે ? આટલા ઓછા સમયમાં આડંબરપૂર્વક અહીં વરને બોલાવીને લગ્નકાર્ય તો થઈ ન શકે, પણ જો પુત્રીને લઈને કુટુંબ સહિત હું ત્યાં જાઉં તો બની શકે.” વિખે તેમાં સંમતિ આપી એટલે તેને દ્રવ્યાદિવડે સંતોષીને રજા આપી. પછી મારા
Page #56
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પલ્લવઃ પિતાએ એક મોટું વહાણ તૈયાર કરાવીને કુટુંબ સહિત મને લઈને તે તરફ પ્રયાણ કર્યું. રસ્તે ચાલતાં ભાગ્યવશથી પ્રતિકૂળ પવનના લીધે તે પ્રવહણ ભાંગ્યું અને સર્વ સમુદ્રમાં ડુબી ગયા. દૈવયોગે ધનવતીના (મારા) હાથમાં એક પાટીયું આવ્યું. તેના વડે તરતી તરતી સાત દિવસે કિનારે પહોંચી. ત્યાં સ્વસ્થ થઈને એક સરોવરમાંથી પાણી પીને તે સુતી હતી, તેટલામાં કોઈ રાક્ષસે ત્યાંથી ઉપાડીને અહીં મૂકી. હું તે રાક્ષસને જોઈને કંપવા લાગી. મને કંપતી દેખીને રાક્ષસ બોલ્યો કે- “હે વત્સ ! તું ભય પામીશ નહીં, હું ભૂખ્યો છું પણ તને સુકુમાર જોઈને મને દયા ઉત્પન્ન થઈ છે, તેથી હું જ્યાં સુધી મને બીજું ભક્ષ્ય મળશે ત્યાં સુધી તેને ખાવાનો નથી.”
આમ કહીને તેં અહીંથી ગયો અને તમને ઉપાડી લાવ્યો. હું તમારા દુઃખથી દુઃખી થઈ છું. હે પુરુષોત્તમ ! તમને જોઈને મને ચિંતા થાય છે કે–“શું આવા નરરત્નને આ રાક્ષસ ખાઈ જશે? દેવે મને ભાગ્યવર્જિત એવી પાપિણીને ક્યાં સર્જી કે જેને માટે આખા કુળને સમકાળે મૃત્યુ પ્રાપ્ત થયું, હું વિદેશમાં આવી પડી, મારો વિવાહ અટકી ગયો અને મારાં દેખતા તમારા જેવા ઉત્તમ પુરુષનો વિનાશ થશે ! હું તો આ બધા કારણોને લઈને વધારે અનિષ્ટ ન જોવા માટે આત્મઘાત કરવા ઇચ્છું છું. હું હવે વધારે દુઃખ જોવા કરતા મૃત્યુને ઈષ્ટ માનું છું. પરંતુ મૃત્યુ પામતા પહેલા હું આપને એટલું પૂછું છું કે તમે કોણ છો? ક્યાં રહો છો? અને આ રાક્ષસના હાથમાં કેવી રીતે પકડાયા? તે કહો તેથી મને કંઈક શાંતિ થાય.”
આ પ્રમાણે તે સ્ત્રીના વાક્યો સાંભળીને ધર્મદત કંઈક સ્મિત કરીને બોલ્યો કે “ ઉદાસીન સ્ત્રી ! મારું સ્થાન વગેરે તો તેં જ સંક્ષેપમાં કહ્યું છે.” પછી પોતાનું બધું વૃત્તાંત ધર્મદને ટુંકાણમાં તેને કહ્યું. એ વખતે કોઈક શુભ પરિણામને સૂચવનાર તે કન્યાનો ડાબો હાથ ફરક્યો. ધર્મદત્તની વાતથી અને કેટલીક ચેષ્ટાથી તેણે પણ જાણ્યું કે “જરૂર આ ધર્મદત્ત જ છે.” તેથી તે કંઈક લજ્જા પામી નીચું જોવા લાગી. ત્યારબાદ તેણે પ્રીતિપૂર્વક ધર્મદત્તને કહ્યું કે-“હે મહાભાગ ! અનુકૂળ દૈવે જ આપણો સંબંધ જોડી દીધો છે. અહો ! ક્યાં આપણી બન્નેની જન્મભૂમિઓ ! પરસ્પર કેટલી દૂર અને ત્યાંથી વળી આ સ્થાન કેટલું દૂર ? પરંતુ પુણ્યના "ઉદયથી મનુષ્યોને અસંભાવ્ય વાત પણ સંભાવ્ય થાય છે.” પછી ધર્મદત્તે પૂછ્યું કે– કન્યા તું લગ્નનો દિવસ જાણે છે?” તે કન્યા દિવસો ગણીને બોલી કે હે ભાગ્યવાન્ ! તે દિવસ આજે જ છે.” પછી વનમાં મળતી લગ્નસામગ્રીવડે ધર્મદત્તે બરાબર લગ્નવેળા સાધીને તેની સાથે પાણિગ્રહણ કર્યું.
ત્યારબાદ કન્યા બોલી કે, “હે પ્રિય! તમને રાક્ષસનો ભય છે, તે માટે આપે શું વિચાર્યું છે ?” તેથી તે બોલ્યો કે-“હે પ્રિયે ! તે રાક્ષસના વધનો ઉપાય તું જાણે છે?” સ્ત્રીએ કહ્યું કે- તે પ્રથમ સરોવર ઉપર જઈને સ્નાન કરે છે, પછી અહીં આવીને તે દેવાર્યા કરે છે, તે વખતે તેનું દેવી ખગ તે પોતાની બાજુ ઉપર મૂકે છે.” તે સાંભળીને ધર્મદત્ત બોલ્યો કેપ્રિયે! તે વખતે તેનું ખગ ઉપાડીને તેના વડે જ હું તેના મસ્તકનો છેદ કરીશ.” તેઓ આ પ્રમાણે વાત કરે છે તેટલામાં રાક્ષસને આવતો જોઈને સ્ત્રી બોલી કે તે આવે છે, માટે હમણાં આઘાપાછા થઈ જાઓ.” ધર્મદત્ત ખસી ગયો. એટલામાં તે મદોન્મત્ત રાક્ષસ ત્યાં આવ્યો અને
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૮
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય બોલ્યો કે-“અરે ! મારું ભક્ષ્ય ક્યાં ગયું?” આમ બોલીને તે દર્વાચન કરવા બેઠો. તે વખતે અવસર જોઈને ધર્મદતે ત્યાં આવી રાક્ષસની પાછળ ઊભા રહીને તેનું ખર્ગ ઉપાડ્યું. પછી તે ખગ્નને પુષ્ટિમાં પકડીને સામો આવી ધર્મદત્ત બોલ્યો કે, “અરે દુષ્ટ રાક્ષસ ! સાવધાન થઈ જા, તારા પાપનો ઉદય થઈ ગયો છે. તારા ઉપર દૈવ રૂષ્ટમાન થયો છે. આ પ્રમાણે સાંભળતાં જ તે રાક્ષસ કોપાકૂળ થઈને ઊભો થવા જાય છે. તેટલામાં તો ધર્મદત્તે લઘુલાઘવી કળાથી તેનું મસ્તક છેદી નાખ્યું. પોતાના પતિને સફળતા પ્રાપ્ત થવાથી હર્ષિત થયેલી ધનવતીએ ધર્મદત્તના હાથની પૂજા કરી. હવે તેઓ નિઃશંકપણે તે વનમાં ફરવા લાગ્યા અને દ્રાક્ષ, આમ્ર, કદલી વગેરેના ફળોનો આહાર કરતાં યુગલિકની જેમ આનંદથી રહેવા લાગ્યા.
સ્વેચ્છાપૂર્વક સુખ પ્રાપ્તિ થવાને કારણે તેમને મનમાં રાજ્ય પ્રાપ્તિ જેટલો આનંદ થયો. કારણકે વિરહાદિક દુઃખમાં રાજય પણ અરણ્ય જેવું દુઃસહ થઈ પડે છે. ત્યાં ધર્મદત્ત અને ધનવતી કથા, ગાથા, કાવ્ય અને એકબીજાને ઉખાણાં પૂછવા દ્વારા કાળ પસાર કરવા લાગ્યા.. પરસ્પર વાર્તાવિનોદ કરતાં ધર્મદત્તે પૂછ્યું કે– હે કાંતે ! હે કમળલોચને ! મધ્યમાં શો અક્ષરવાળો કયો શબ્દ છે કે જે આપણને બંનેને પ્રિય છે તે કહે.” થોડીવાર વિચાર કરીને સ્ત્રી બોલી કે– તે નામ જાણ્યું.” “શું જાણું ?' એમ પૂછતાં તે બોલી કે–અશોક પછી ધનવતીએ કહ્યું કે હે નાથ ! જો તમે મારા પ્રશ્નનો ઉત્તર આપો તો હું તમારા પગની રજ થાઉં, સાંભળો. “રાજાને કેમ બોલાવાય ! સુગ્રીવની સ્ત્રીનું નામ શું? અને દરિદ્રી શું ઈચ્છે? તેમજ તપસ્વીઓ શું કરે?” વિચાર કરીને ધર્મદત બોલ્યો કે- “હે પ્રિયા ! તારું કથન સમજયો. તારા કથનનો ઉત્તર. દેવતારાધન' તે પંડિત પુરુષોએ નિરંતર કરવા યોગ્ય છે. આ પ્રમાણે વિનોદમાં કેટલોક કાળ પસાર થયો.
એક વખત સદ્ધર્મિણી એવી તેની પ્રિયાએ કહ્યું કે–અહીં રહેતાં આપણું આયુષ્ય ધર્મરહિત મનુષ્યની જેમ નિરર્થક જાય છે અને આપણો ભવ અરણ્યમાં ઉગેલા માલતીના પુષ્પની જેમ વૃથા થઈ રહ્યો છે. કહ્યું છે કે–“દેવપૂજા ન કરનાર, સુપાત્રદાન ન દેનાર, શ્રાવકનો ધર્મ કે સાધુનો ધર્મ ન પાળનાર પ્રાણી આ અતિ દુર્લભ મનુષ્યજીવન પામ્યા છતાં અરણ્યરૂદનની જેમ તેને નિષ્ફળ કરે છે. આ ભવરૂપી સમુદ્રમાં દક્ષિણાવર્ત શંખ જેવા દુર્લભ મનુષ્યજન્મને પામીને ઉત્તમ પુરુષો તેને સુકૃતરૂપી ગંગાજળથી પૂરે છે, પાપરૂપી મદિરાવડે પૂરતા નથી.” “ત્રણ જગતના પતિની પૂજા કરતાં, સંઘની અર્ચના કરતાં, તીર્થોની યાત્રા કરતાં, જિનવાણીને સાંભળતાં, સુપાત્રાદિ દાન આપતાં, તપને તપતાં અને પ્રાણીઓ ઉપર અનુકંપા કરતાં કરતાં જેમના દિવસો પસાર થાય છે તે પુણ્યાત્માઓનો જ જન્મ સફળ છે.” જે મૂઢ મનુષ્ય દુષ્માપ્ય એવા આ મનુષ્યભવને પામીને યત્ન પૂર્વક ધર્મ કરતો નથી તે પ્રાણી અનેક પ્રકારના કષ્ટોથી પ્રાપ્ત થયેલા ચિંતામણિરત્નને પ્રમાદથી સમુદ્રમાં નાંખી દે છે. જે મનુષ્ય પ્રાપ્ત થયેલા ધનનો વ્યય ધર્મને માટે કરતા નથી, જેઓ સ્વાભાવિક કરૂણાવાળા કે દુઃખથીપિડીત પ્રાણી વિષેઆકુળવ્યાકુળ થતા નથી અને જેમણે સચ્ચારિત્રવડે આત્માને સાધ્યો નથી તેમનો આ જન્મ સેંકડો જન્મના મહાપ્રયાસે મળેલો હોય છતાં નિષ્ફળ થાય છે.” “પ્રાતઃકાળમાં ઘરદેરાસરમાં શ્રીજિનેશ્વરને અભિષેક કરવા નિર્મળ જળથી ભરેલ કળશ, પુષ્પની માળા, પ્રદીપ, નૈવેદ્ય,
Page #58
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પલ્લવ
૩૯ આરતી, ઉત્તમ સ્વસ્તિક અને “નમો-નમો, જય-જય’ એવા ઉચ્ચ સ્વરે બોલાયેલા શબ્દો એ સર્વ મનુષ્યોનાં ઘરમાં લક્ષ્મીનું આવાગમન સૂચવનારા શકુન રૂપ છે.” “મનુષ્યજન્મ પ્રાપ્ત થવા છતાં પણ કેટલાક પ્રાણીઓ દીપોત્સવમાં ઘરના દ્વારપર કરેલા થાપાની જેમ નિષ્ફળ જન્મવાળા હોય છે.” જે ઘરમાં દેવાયતન નથી, જ્યાં મુનિરાજના દર્શન થતા નથી અને જ્યાં સજ્જનોનો યોગ થતો નથી તેનું જીવન અનાર્ય જેવું છે. કહ્યું છે કે :
जत्थ न दीसन्ति जिणा, न य भवणं नेव संघमुहकमलं ।
न य सुव्वइ जिणवयणं, किं ताए अत्यभूमीए ? ॥
જયાં શ્રી જિનેશ્વર નથી, જિનભુવન નથી, સંઘના મુખકમળ જ્યાં દેખાતા નથી અને જયાં જિનવચન સંભળાતા નથી તે ભૂમિને લાભકારક ભૂમિ શી રીતે કહેવાય?” તેવા ગામમાં જ બુદ્ધિમાનું ગૃહસ્થ વસે છે કે જયાં મુનિરાજનું આગમન થતું હોય છે અને જયાં જિનમંદિર હોય છે, તેમ જ જ્યાં શ્રાવકો વસતા હોય છે.” - આ પ્રમાણેના પ્રિયાના વચનો વિચારીને ધર્મદત્ત-ધર્મપત્ની ધનવતીને લઈને ધીમે ધીમે આગળ ચાલ્યો. અનુક્રમે માર્ગમાં કેટલીક વાસભૂમીઓ, કેટલાક ગામો અને કેટલાક નગરો આવ્યા. તેને ઉલ્લંઘીને તેઓ ચંદ્રપુરની નજીકમાં આવ્યા. ત્યાં નગર, બહારના વનમાં સંધ્યા કાળે ખૂબ થાક લાગવાથી કોઈક સ્થાનમાં નિર્ભયપણે સુઈ ગયા.
- ધર્મદત્ત પાછલી રાત્રિએ જાગ્યો એટલે નવકારમંત્રનું સ્મરણ કરીને તે ધર્મધ્યાન કરવા લાગ્યો. પછી સૂર્યોદય થવાને વખતે તેણે પ્રિયાને જગાડવા માટે હર્ષથી મોટા અર્થવાળું એક કાવ્ય કહ્યું. તેનો ભાવાર્થ એવો છે કે “હે પ્રિયે ! કમળોની શ્રેણીનો પરિમળ વિસ્તાર પામ્યો છે પૃથ્વી પર ફરતાં કૂકડાઓ શબ્દ કરી રહ્યા છે. મેરૂપર્વતના શિખરને સૂર્ય પ્રકાશિત કરી રહ્યો છે, તો સુનયને ! જાગૃત થા અને ઊઠ, કારણકે રાત્રી વિતી ગઈ છે.” આ પ્રમાણે કહેવાથી પણ
જ્યારે તે ઊઠી નહીં ત્યારે તેણે ક્ષણવાર રહીને ફરીથી તેને જગાડવા માટે બીજું કાવ્ય કહ્યું. તેનો ‘સાર એ હતો કે-“હે પ્રિયા ! આ મૃગો તૃણ ચરવા જાય છે, પક્ષીઓ પણ ચારો ચરવા નીકળ્યા છે, માર્ગ પણ સારી રીતે ચાલવા જેવો શીતળ થયેલો છે, તો તું જાગ. રાત્રી વીતી ગઈ છે.” આ પ્રમાણે કહેવાથી પણ જ્યારે તેણીએ ઉત્તર આપ્યો નહીં ત્યારે ધર્મદત્તે તેને જગાડવા માટે તેનું મુખ હલાવવા ઇછ્યું પણ તે વખતે તેની શય્યા જ ખાલી જોઈ એટલે તેણે વિચાર્યું કે- પ્રિયા વહેલી ઊઠીને દેહચિંતા માટે ગઈ હશે.” પછી ક્ષણવાર રાહ જોવા છતાં તે આવી નહિ ત્યારે તેને બોલાવવા માટે ધર્મદત્ત ઊંચા સ્વરે બોલ્યો કે–“હે કાંતે ! આવ, આવ આપણે જલ્દીથી માર્ગે આગળ વધીએ.” આ પ્રમાણે કહેવાથી પણ કોઈ આવ્યું નહિ. એટલે તેણે ઊભા થઈને તેનાં પગલાં જોવાં માંડ્યા. પણ કોઈ જગ્યાએ તેના પગલાં દેખાયાં નહીં. તે ચારે બાજુ ભમી ભમીને થાક્યો પણ તેની પ્રાપ્તિ થઈ નહીં. ફરી ફરીને તે થાકી ગયો. પછી પ્રાણપ્રિયાના વિરહથી ચિત્તભ્રમ થયેલો અને નિક્ષેતન જેવો થયેલો તે બોલવા લગ્યો કે-“હે હંસ, કોયલ અને
હરણો ! તમે હરિણાક્ષી એવી મારી પ્રિયાને કયાંય જોઈ છે? હે ચંપક, અશોક, નિમ્બ, આમ્ર, - શાલી અને પિંપળ વગેરે વૃક્ષો ! તમે જો મારી પ્રિયાને જતી જોઈ હોય તો ઉતાવળે તેની ખબર
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૦
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય કહેવા કૃપા કરો.” આ પ્રમાણે બોલતો ને ભમતો પાછો પોતાના શયનસ્થાન પાસે આવ્યો. એમ ગાંડાની જેમ તે ગમનાગમન કરવા લાગ્યો અને બોલવા લાગ્યો કે–“અરે ! હું શું કરું? ક્યાં જાઉં? રામચંદ્ર આ પૃથ્વી ઉપર નથી કે જે મારા પ્રિયાવિરહથી થતા દુઃખને જાણી શકે. બીજો કોઈ મનુષ્ય તો તે જાણી શકે તેમ નથી.
“આ સંસાર અસારડો, આશા બંધન ભાઈ,
અનેરડે કરી સુઈએ, અનેરડે વિહાઈ.” “આ સંસાર અસાર છે અને તેમાં આશાનું બંધન છે. તેમાં મનુષ્ય અનેરી સ્થિતિમાં સુએ છે અને અનેરી સ્થિતિમાં પ્રભાતે ઉઠે છે.” “જે સેંકડો મનોરથને પણ અગોચર છે અર્થાત જેનો મનોરથ પણ કરી શકાતો નથી, જ્યાં કવિની વાણી પણ ચાલી શકતી નથી અને જેનું સ્વપ્ન પણ આવતું નથી તેને વિધાતા લીલામાત્રમાં જ કરે છે.” “પંડિતજનોને દરિદ્ર બનાવ્યા, વનિતાજનને વહેલી વૃદ્ધાવસ્થા આપી અને કુલાંગનાને પતિ વગરની અથવા પુત્ર વગરની કરી, તેથી હું તો માનું છું કે વિધિ જ ખરેખરો બળવાનું છે.”
- આ પ્રમાણે વિચારતો અને પ્રલાપ કરતો ધર્મદત્ત પોતાના ઘર તરફ ચાલ્યો. ચંદ્રપુરમાં પ્રવેશ કરતાં તે વિચારવા લાગ્યો કે હા મૂઢ ધર્મદત્ત ! અનાત્મજ્ઞ એવો તું ક્યાં જાય છે? અરે ! જેનું વહાણ ભાંગી ગયું છે એવો અને દ્રવ્ય વિનાનો હું શી રીતે ઘરે જાઉં? નિભંગી એવો હું સ્વજનોને મુખ શી રીતે બતાવું? આવી સ્થિતિમાં ઘરે જવાથી ધનવાળા દુર્જનો મને વારંવાર હસશે, કહ્યું છે કે– વ્યાધ અને સર્પોથી વ્યાપ્ત વનમાં રહેવું સારું, વૃક્ષના ફળો ખાઈને અને સરોવરના પાણી પીને વૃક્ષોના સમૂહમાં વસવું સારું, ભિક્ષા માંગીને ખાવું કે વિષ ભક્ષણ કરવું સારું, પણ ધનહીનપણે કુટુંબી વચ્ચે જીવવું તે સારું નહીં.” વાનરસમૂહના નખ ને મુખથી વિદારિત થયેલા ફળોનું ભોજન કરીને વનમાં રહેવું સારું, પણ ધનના મદથી ગર્વિત થયેલા મનુષ્યોના ક્રોધના વિકારવાળી વાંકી દૃષ્ટિમાં રહેવું તે સારું નહીં.”
આ પ્રમાણે વિચારતો ધર્મદત્ત નગરમાં પ્રવેશ ન કરતાં પાછો વળ્યો અને વનમાં આવ્યો. ત્યાં પાણી પીતો અને ફળાહાર કરતો તે સિંહની જેમ વિચરવા લાગ્યો એ રીતે તેને એકલો ભમતો જોઈને એક યોગીએ તેને કહ્યું કે–“અરે ! તું કોઈ ચિંતામાં મગ્ન જણાય છે તો તને શેની ચિંતા છે ? તે કહે. “ધર્મદતે કહ્યું કે–“હે દેવ ! નિર્ધનપણામાં સુખ ક્યાંથી હોય? એટલે હું દારિદ્યપીડિત હોવાથી નિશ્ચિત શી રીતે રહી શકું? કહ્યું છે કે :
મયણદેવ ઈસર દહ્યો, લંક દહી હણમેણ,
પાંડુ વન અરજુન દહ્યો, પુણ દાલિદ ન કેણ, કામદેવને ઈશ્વરે બાળ્યો, હનુમાને લંકા બાળી અને અર્જુને પાંડુવન બાળ્યું પણ દારિદ્રયને કોઈએ બાળ્યું નહિ. તે સાંભળી યોગી બોલ્યો કે- “હે વત્સ ! મારું નામ જગતમાં દારિદ્રયદહન છે, હું દારિદ્રયને બાળી નાંખનારો છું.” તે સાંભળીને ધર્મદત્ત ખુશ થયો અને તેણે યોગીને પ્રણામ કર્યા. ધર્મદત્તની પીઠ ઉપર હાથ ફેરવીને યોગી બોલ્યા કેહે વત્સ ! તું ચિંતા
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૧
દ્વિતીય પલ્લવઃ
તજી દે, સ્વલ્પકાળમાં લક્ષ્મી તારી દાસી થઈને રહે એમ કરીશ.” ધર્મદત્તે પૂછ્યું કે—હે વિભો? કયા ઉપાયવડે એમ કરી આપશો ?'' તે મને કહો. યોગી બોલ્યા કે—“તને સુવર્ણપુરુષ કરી આપીશ.' ધર્મદત્તે વિચાર્યું કે—‘‘એમાં મારે સાવધ રહેવું પડશે. કેમકે આ યોગી કદાચ મને જ સુવર્ણપુરુષ કરવાનું વિચારતો હશે, કેમકે મેં પૂર્વે એવી વાતો સાંભળેલી છે.'
આ પ્રમાણે વિચારીને ધર્મદત્તે યોગીને કહ્યું કે—“તમે કોઈપણ મનુષ્યનો ઘાત કરીને સુવર્ણપુરુષ કરી આપવા વિચારતા હશો, પરંતુ તેવી રીતે હિંસાથી થયેલા સુવર્ણપુરુષનું મારે કામ નથી. હું ઇચ્છતો નથી.’ યોગી બોલ્યો કે—“અરે ! અરે ! શું હું જીવઘાત કરું ? અમારો તો ધર્મ જ એ છે કે જંતુમાત્રની રક્ષા કરવી. ‘તે જ્ઞાન પાતાળમાં જાઓ, ને ચાતુર્ય નાશ પામો અને તે ગુણ અગ્નિમાં પડો કે જ્યાં જીવદયા વર્તતી નથી. ‘સમગ્ર ગુણોમાં મુખ્ય એવી કરુણા પાપરૂપી દાવાનળને બુઝાવવા માટે વર્ષા સમાન છે. સુકૃતની સંતતિ માટે કલ્પલતા જેવી છે, તે ચિરકાળ જયવંતી વર્તો. પૂર્વપુરુષોએ કહ્યું છે કે દાન સત્યાદિ ધર્મો જેમાંથી જન્મ પામે છે તેવી દયા સિદ્ધિ સાથે સંધાન કરી આપવામાં દૂતિ સમાન છે.
તેથી સજ્જનોએ સાવધાનપણે તે સાધવી જોઈએ. દ્યૂતકાર, કોટવાળ, તેલી અને માંસવેચનાર, વાર્ધકી, નૃપતિ અને વૈદ્ય આ સાત પ્રાયે કૃપારહિત હોય છે.
ત્યાસ્પછી ધર્મદત્ત યોગી આગળ આનંદપૂર્વક વાંસળી વગાડવા લાગ્યો અને યોગી સામાન્ય ભાષામાં ગાવા લાગ્યો. ઃ
‘સોનાપુરિસે કાહુ કીજે રે, જઈ નહીં દયા પ્રધાન, તીને સોને સોહા કીસી રે, જીણે તૂટે હી કાન, બાર વહુ કાંઈ જટા જનોઈ, દયા વિણ ધરમ ન કોઈ, જીવદયા તુમે પાળો બાળક, હિયડું નિરમલ હોઈ.’
આ પ્રમાણેના યોગીના વચનોથી વિશ્વાસ પામેલો ધર્મદત્ત બોલ્યો કે—‘હે યોગી ! ત્યારે કહો કે તમે હિંસા વિના શી રીતે સુવર્ણપુરુષ કરી આપશો ? યોગી બોલ્યો કે—‘હે ભદ્ર ! સાંભળ. સારા રક્ત ચંદનના કાષ્ટમય સાત હાથ પ્રમાણ પુતળું કરાવીશ. તે પુતળાને મંત્રવડે અડદ અને સરસવ છાંટવાપૂર્વક અભિમંત્રિત કરીને પછી અગ્નિકુંડમાં તેનો હોમ કરાવીશ. પછી ઉષ્ણને શીત જળ વડે સિંચન કરવાથી મહામંત્રના પ્રભાવવડે તેનો સુવર્ણપુરુષ થઈ જશે.” આ પ્રમાણે સાંભળીને ધર્મદત્ત બોલ્યો કે—‘તો હવે તેને માટે ઉદ્યમ શરૂ કરો. યોગી બોલ્યો કે– ‘અમારે યોગીઓને સુવર્ણનું શું પ્રયોજન છે ? આ તો ફક્ત તારે માટે જ પ્રયત્ન કરવાનો છે. પરોપકારનો જ હેતુ છે. કેમકે પરોપકારમાં મતિ થવી દુર્લભ છે. ‘લક્ષ્મી પરોપકાર માટે, સરસ્વતી વિવેક માટે અને સંપત્તિ સર્વના સુખ માટે કોઈ ધન્ય પુરુષને જ થાય છે. કૃતઘ્ન અને ચંચળ એવું શરીર પણ જો પરોપકાર માટે નાશ થતું હોય તો ભલે થાઓ. કેમકે કાચના બદલામાં વજ્રમણિ મળતો હોય ત્યારે મૂર્ખ પણ ‘ના' એવું બોલતો નથી. ધર્મદત્તે કહ્યું કે—‘હે ભગવન્ ! હે વિશ્વપાલક ! તમે પરોપકારમાં પરાયણ હોવાથી ૫૨ને દુઃખે દુઃખી થાઓ છો. જુઓ ! કપાસે પ૨ને ઉપકાર કરવા માટે કેટલા દુઃખો સહન કર્યા ? પ્રથમ તેના અસ્થિ
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૨
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય (કપાસીયા) દૂર કરવામાં આવ્યા તે સહન કર્યું, પછી દુઃસહતર એવું તુલારોપણ સહન કર્યું. પછી ગ્રામ્ય સ્ત્રીના હાથથી રેંટીઆ દ્વારા ખેંચાવાનું સહન કર્યું. તંત્રીના પ્રહારની વ્યથા સહન કરી, પછી માતંગોએ મોઢામાં પાણી ભરીને તેની ફરતું છાટ્યું તે સહન કર્યું અને પછી કુચાવડે કુટવાનું સહન કર્યું.—આ પ્રમાણે સહન કર્યા પછી તે વસ્ત્રમાં વણવાને યોગ્ય થયું.”
યોગીએ કહ્યું કે—‘હે મહાભાગ ! સ્વર્ણપુરુષ કરવા માટે પ્રથમ સપાદલક્ષ પર્વતમાંથી શીત અને ઉષ્ણ પાણી લાવવું પડશે.' ધર્મદત્તે કહ્યું કે—‘ચાલો, લાવીએ,' પછી તે બંને જઈને ત્યાંના કુંડમાંથી બંને પ્રકારનું જળ લઈ આવ્યા અને રક્તચંદનના કાષ્ટનું એક પુતળું બનાવ્યું. ત્યારબાદ હોમને લગતી તમામ સામગ્રી લઈને કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ યોગી ધર્મદત્ત સહિત સ્મશાનમાં આવ્યો અને ત્યાં અગ્નિનો કુંડ બનાવી તેમાં અગ્નિ પ્રજ્વલિત કરી કુંડના કાંઠા ઉપર રક્તચંદનનું પૂતળું મૂક્યું અને તેની પાસે રક્ષા માટે ખડ્ગ મૂક્યું. પછી ધર્મદત્તને કહ્યું કે—‘તારી પાસે આત્મરક્ષા માટે શું શસ્ત્ર છે ?' એટલે ધર્મદત્તે કહ્યું કે—જે શસ્રવડે મેં રાક્ષસને માર્યો છે. તે શસ્ત્ર મારી પાસે ગુપ્તપણે રાખેલું છે.' યોગીએ કહ્યું કે—તારે ભય રાખવાનું કાંઈ કારણ નથી.' એમ કહીને ધર્મદત્તને પરાક્રુખ ઊભો રાખીને યોગી તેની પાછળ કૂંડને કાંઠે પૂતળું મૂકીને બેઠો. પછી તે મંત્રપાઠપૂર્વક સરસવો પેલા પૂતળા ઉપર નાંખવા માંડ્યો. તે સાથે ધર્મદત્તની પીઠ ઉપર પણ સરસવ અને અક્ષત પડતા જાણીને ધર્મદત્તે વિચાર્યું કે—જરૂર આ દુષ્ટ યોગી મારી સાથે કપટ કરી રહ્યો છે. એણે કપટનાટક આરંભ્યું છે, તેથી મારે સાવધ રહેવાની જરૂર છે. પરંતુ અત્યારે અહીં મારો મિત્ર કોણ છે ? હું ખરેખર કષ્ટમાં પડ્યો છું: મારી રક્ષા કોણ કરશે? અત્યારે મારું કર્તવ્ય શું છે ? હા, યાદ આવ્યું. મને ધર્મ જ આપેલો છે તેથી તે ધર્મનું જ સ્મરણ કરવું યોગ્ય છે.' આમ વિચારીને તે પંચપરમેષ્ઠિનું સ્મરણ કરવા લાગ્યો.
परमेष्ठि नमस्कारं, सारं नवपदात्मकम् । आत्मरक्षाकरं वज्र-पञ्जराभं स्मराम्यहम् ॥
આ પ્રમાણેનું વજપંજર સ્તોત્ર આખું ભણીને પોતાની ફરતું વજ્રપંજર બનાવ્યું. પંચપરમેષ્ઠી પદોથી સંગ્રામ, સાગર, કરીંદ્ર, ભુજંગ, સિંહ, દુર્વ્યાધિ, વહ્નિ, રિપુ અને બંધનથી નિષ્પન્ન થયલા તેમજ ચોર, ગ્રહ, ભ્રમ નિશાચર અને શાકિનીથી થયેલા ભયો નાશ પામે છે. તેથી એ પરમમંત્રથી અંગરક્ષા કરીને ધર્મદત્તે ખગ સજ્જ કર્યું અને સાવધાન થઈને ઊભો રહ્યો. અનુક્રમે એવી રીતે ૧૦૮ જાપ પૂરા થયા એટલે ધર્મદત્તે પાછા વળીને વાંકી દૃષ્ટિએ જોયું તો યોગીને ખડ્ગ ઉપાડતો જોયો તેથી તેણે એકદમ પાછા ફરી લઘુલાઘવી કળાથી પોતાની પાસેના ખડ્ગવડે તે યોગીને હણ્યો અને તેને કુંડમાં નાખ્યો જેથી તરત જ તે સુવર્ણપુરુષ રૂપ થયો. તેને પ્રથમ લાવેલા શીતોષ્ણ જળ વડે સીંચ્યો. ત્યાર પછી ધર્મદત્ત પોતાના સ્થાનમાં પાણી પીવા માટે ગયો. પાણી પીને ત્યાં પાછો આવીને જુએ છે, તો સુવર્ણપુરુષ કુંડમાં નથી. એટલે તે મૂચ્છિત થઈને ભૂમિ પર પડ્યો, શીતળ પવનના યોગથી કેટલીકવારે તેને ચેતના આવી. તે સ્વસ્થ થયો અને વિચારવા લાગ્યો કે—અરે ! મેં યોગીને હણ્યો અને સુવર્ણપુરુષ તો મળ્યો નહિ. હાથ દાઝ્યો પણ પોંખ ખાવા ન મળ્યો એવું થયું. હું ઉભયભ્રષ્ટ થયો. ચંડાળની શેરીમાં ગયા છતાં
Page #62
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પલ્લવઃ
૪૩
ભિક્ષા ન મળી. અરે દેવ તેં દુઃખ આપવા માટે શું મને એકલાને જ જોયો છે? તું પાણી પીને મારી પાછળ પડી ગયો છે, જેથી ઉપરાઉપર એકપછી એક, દુઃખ જ આપ્યા કરે છે. પ્રથમ માતાપિતાનો વિયોગ કરાવ્યો પછી, વહાણ ભાંગ્યું, સમુદ્રમાં નાંખ્યો. પછી પ્રિયા સાથે વિયોગ અને છેવટે સુવર્ણપુરુષ લઈ ગયો. હે દેવ તું અઘટિત ઘટનાને ઘટાડે છે, સુઘટિત ઘટનાને ક્ષણભંગુર બનાવે છે. આ સચરાચર જગતમાં નહીં ધારેલા એવા અનેક ફેરફારો કરે છે, તેથી વિધિ તું જ સૌથી બળવાનું છે એમ હું માનું છું.
આ પ્રમાણે દુઃખ ઉપર દુઃખ પડવાથી તે વિલાપ કરવા લાગ્યો. પછી તેણે વિચાર્યું કેજે દુઃખી હોય અને જેનું ધન ચોરાયું હોય તેણે રાજાનું શરણું લેવું. અર્થાત્ રાજા પાસે જવાથી તેના દુઃખનું નિવારણ થઈ શકે છે. દુર્બળનું બળ રાજા છે. તેથી હવે તો તેની પાસે જઈને વિનંતી કરું. તે વિના કોઈ રીતે મારી કાર્યસિદ્ધિ થવાનો સંભવ નથી. આ પ્રમાણે વિચારીને ધર્મદત્ત કહે છે કે- હે યશોધવલ રાજા ! તે ધર્મદત્ત હું તમારી પાસે આવ્યો છું. તો હવે મારું દુઃખ દૂર કરો. હું અહીંયાના જ રહીશ શ્રીપતિ શેઠનો પુત્ર છું. મેં આ પ્રમાણે મારી કથાને સુવર્ણપુરુષની ઉત્પત્તિ સુધીની આપને કહી બતાવી. તો હવે તમે પાંચમાં લોકપાળ કહેવાઓ છો, તેથી જેમ યોગ્ય લાગે તેમ કરો. શાસ્ત્રમાં રાજાને માટે દુષ્ટને દંડ, સ્વજનોની પૂજા, ન્યાયવડે ભંડારની વૃદ્ધિ, અર્થીઓમાં અપક્ષપાત અને રાષ્ટ્રની રક્ષા–આપાંચ પ્રકારના યજ્ઞો કહેલા છે.
જે રાજા શત્રુમાત્રને તપાવવાને સૂર્ય જેવો હોય, સ્વજનોમાં આનંદોત્પાદક ચંદ્ર જેવો હોય, પાત્રાપાત્રની પરીક્ષામાં બૃહસ્પતિ જેવો હોય, દાનમાં કર્ણ જેવો હોય, નીતિમાં રામચંદ્ર જેવો હોય, સત્યમાં યુધિષ્ઠિર જેવો હોય, લક્ષ્મીવડે કુબેર જેવો હોય અને પોતાની માન્યતાઓમાં - પક્ષપાત ન કરતાં યોગ્ય રીતે લાભાલાભ કરનાર હોય—એવો સ્વામી રાજાના યથાર્થ નામવાળો
સમજવો."
શ્રી ધર્મકલ્પદ્રુમ ગ્રંથમાં મુખ્ય ચાર શાખા પૈકી દાનધર્મરૂપ શાખામાં શ્રી વીર પરમાત્માની દેશનામાં ધર્મદત્તની કથા યુક્ત શ્રી ચંદ્રયશા રાજાના આખ્યાનમાં
બીજો પલ્લવ સંપૂર્ણ.
Page #63
--------------------------------------------------------------------------
________________
તૃતીય પલ્લવઃ
ચંદ્ર આલ્હાદકતાને, સૂર્ય પ્રતાપને, સમુદ્ર ગાંભીર્યને, મેરુ ઉત્તુંગતાને, હિમગિરિ શિતળતાને, અનલ તેજને, ધનદ ઐશ્વર્યપણાને, મુનિ સમભાવને અને ધરા સર્વસહનપણાને નહીં છોડવા છતાં જેનું નિરંતર માંગલિક કરે છે એવો રાજા જયવંતા વર્તો.” આ પ્રમાણે આશિષ આપીને ધર્મદત્તે રાજાને કહ્યું કે-“હે સ્વામિન્! મને કાંઈક ઉત્તર આપો.' સર્વ કથાને સાંભળીને રાજા બોલ્યો કે-“હે મહાભાગ ! તારી વસ્તુ મળે એવો કોઈ ઉપાય મને સૂજતો નથી, તારો સુવર્ણપુરુષ કોણે લીધો હશે તે કાંઈ સમજાતું નથી, તેથી હું તને શું ઉત્તર આપું? માટે હે ધર્મદત્ત ! તું મારી પાસેથી લાખ ક્રોડ ગમે તેટલી કિંમતનું સુવર્ણ માંગી લે, તે તને રાજભંડારમાંથી અપાવું કે જેથી મારી અપકીર્તિ ન થાય અને ક્યારેય જો તારો સુવર્ણપુરુષ મળશે તો તે તને જ અપાવીશ અને સ્વસ્થ કરીશ.” રાજાના આ પ્રમાણેના વચનો સાંભળીને ધર્મદા બોલ્યો કે- હે રાજન્ ! તમારું સુવર્ણ તમારા ભંડારમાં જ રહો, મારે તેનું કામ નથી, મારે તો મારા સુવર્ણપુરુષનો જ ખપ છે. તમે મારી વસ્તુ મેળવી આપવા સમર્થ હોવા છતાં જો મારી ઉપર કૃપા નહિ કરો તો મારા અભાગ્ય ! બીજું શું કહું? બાકી મને તો સંતોષ ત્યારે જ થાય કે જયારે મારો સુવર્ણપુરુષ મળે. હું તમારું સુવર્ણ લેવા ઇચ્છતો નથી. સપુરુષો માનને છોડીને પરદ્રવ્ય લેતા નથી.” કહ્યું છે કે
બપૈયો જળ હું પીયે, ક્યું ઘણ તુકો દેઈ,
માણ વિવજ્જઉ ધડ પડે, મરે ન ચંચૂ ધરેઈ. બપૈયો તો વરસતા વરસાદનું જ પાણી પીએ છે પણ તે સિવાય મરી જાય તો પણ બીજા જળમાં ચાંચ બોળતો નથી.” ખરો તે એક ચાતક પક્ષી જ સાચો માની છે કે જે સુખેથી જીવે છે અને પુરંદર (વર્ષા આપનાર ઈન્દ્ર)ને જ યાચે છે અથવા મરણ પામે છે.” “કૂપમાંથી જળ પીવું હોય તો અધોમુખ થવું પડે છે અને નદીઓ તો બિચારી રાંકડી સ્ત્રીઓ જેવી છે. બગલા, ટીટોડી વગેરે તુચ્છ પક્ષીઓ સરોવરના જળનું પાન કરે છે, પણ તૃષિત થવા છતાં ચાતક ક્યારેય પણ ક્રૂર જંતુઓથી દૂષિત જળ પીતો નથી, તેથી તે માનથી ઊંચી ડોક રાખીને માત્ર ઈન્દ્રને જ યાચે છે.” તેથી હે રાજનું! તમારે મને તમારું સુવર્ણ લેવાનો આગ્રહ ન કરવો.
આ પ્રમાણેનો તેને નિરધાર જાણીને રાજા મનમાં વિચારે છે કે – “જો મારાથી આ આશ્રિતની કાર્યસિદ્ધિ નહીં થાય તો હું આ પૃથ્વી ઉપર મોટું કેવી રીતે દેખાડીશ ?” આમ વિચારીને તેણે બીડું હાથમાં રાખીને કહ્યું કે-“મારી સભામાં કોઈ એવો મનુષ્ય છે કે જે આ માણસનો સુવર્ણપુરુષ મેળવી આપે ? જે એવો હોય તે આ બીડું ગ્રહણ કરો.” ચંદ્રયશા કુમારે
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૫
તૃતીયઃ પલ્લવઃ ઊભા થઈને તે બીડું ગ્રહણ કર્યું અને તેણે કહ્યું કે– “હું એનો સુવર્ણપુરુષ મેળવી આપીશ.” તે વખતે સભાજનો વિસ્મય પામીને વિચારવા લાગ્યા કે–“આ કુમાર આનો સુવર્ણપુરુષ કેવી રીતે • મેળવી આપશે ?”
ત્યાર પછી ધર્મદત્ત અને ચંદ્રયશા બંને રાજસભામાંથી તે કાર્ય કરવા માટે તરત જ ચાલ્યા. વનમાં જઈને રાજપુત્રે કાંઈક વિલંબ પામવા માટે ધર્મદત્તને કહ્યું કે–દેવે, દાનવ,ખેચરે કે મનુષ્ય જેણે એ સુવર્ણપુરુષનું હરણ કર્યું છે તેની જાણ જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી ઘણા પ્રયત્ન કરવા છતાં પણ તે વસ્તુ મળી શકે નહી. તેથી આજે રાત્રે આ વનમાં ગુપ્ત રીતે રહીએ અને કાંઈક હકીકતનું સ્વરૂપ જાણ્યા પછી કાર્યને સાધીએ.” આ પ્રમાણે પરસ્પર વિચાર કરીને તે બંને રાક્ષસ વગેરેનો ભય હોવા છતાં પણ ત્યાં સ્મશાનભૂમિમાં ધૈર્યનું અવલંબન કરીને રાત્રિના પ્રારંભમાં બેઠા. થોડીવારમાં ધર્મદત્ત તો નિદ્રાવશ થઈ ગયો. રાજપુત્ર જાગતો હતો તેણે મધ્યરાત્રે ત્યાં દૂરથી દિવ્ય વાજીંત્ર અને ગાયન વગેરેનો સ્વર સાંભળ્યો એટલે ધર્મદત્તને ત્યાં જ સૂતો મૂકીને કૌતુકથી તે પગલે પગલે નિશાની રાખતો જે બાજુથી સ્વર આવતો હતો તે તરફ ચાલ્યો. દૂર જતાં તેણે એક દેવવિમાન જેવું યક્ષનું ભુવન જોયું. તેના દ્વાર બંધ કરેલા હતા. તેના વિવરમાંથી તેણે અંદર જોયું તો ત્યાં ૧૦૮ દેવકન્યાઓને નૃત્ય કરતી જોઈ. તેમાં એક મનુષ્યની અતિ રૂપવંત સ્ત્રી જોઈ. એક મુહૂર્ત સુધી તે કુતૂહલ જોઈને રાજપુત્ર પાછો વળ્યો અને ધર્મદત્ત પાસે આવીને તેને જગાડ્યો. પછી રાજકુમારે તેને પૂછ્યું કે :–ો મિત્ર તે હમણાં સુતા સુતા કંઈક સાંભળ્યું? ધર્મદત્ત કંઈક સ્મિત કરીને બોલ્યો કે “શિયાળ, સર્પ, શાર્દૂલ, ઘુવડ અને ભૂંડો તથા ગુંડાઓના તેમજ પિશાચ, ભૂત અને પ્રેતોના શબ્દો પુષ્કળ સાંભળ્યા છે. બીજું કાંઈ સાંભળ્યું નથી.” ત્યારે રાજપુત્રે કંઈક હસીને પોતે જોયેલા નૃત્યાદિની વાત કરી અને તેમાં પોતે જોયેલી દિવ્ય રૂપવાળી મનુષ્યસ્ત્રીની નિશાની સાથે વાત કરી. તે સાંભળીને ધર્મદત્તે કહ્યું કે- તેજ મારી પ્રિયા જણાય છે, માટે શીઘ ચાલો, ત્યાં જઈને તેને જોઈએ.” આ પ્રમાણે વિચારી તેઓ ઉતાવળથી તે યક્ષમંદિર પાસે ગયાં પણ ત્યાં તો નૃત્ય બંધ થયેલું હતું, તેથી તે સુંદર દેખાઈ નહીં. તેથી પશ્ચાત્તાપ કરતા ને હાથ ઘસતા ધર્મદત્તે રાજપુત્રને કહ્યું કે–“હે મિત્ર ! તે સ્ત્રી કેટલી ઊંચી હતી ? કેવા વર્ષની હતી? કેટલા વર્ષની લાગતી હતી ? રાજપુત્રે તેણે પોતે જોયું હતું એવું યથાર્થ સ્વરૂપ કહ્યું. તે સાંભળીને ધર્મદત્ત બોલ્યો કે– મિત્ર ! મારે સુવર્ણપુરુષ સાથે કાંઈ કામ નથી. તું કોઈ પણ રીતે તે મારી સ્ત્રીને મેળવી આપ, એટલે તે મને જીવિત આપ્યું એમ સમજીશ અને મને સર્વસ્વ મળ્યું એમ માનીશ.”
પછી પ્રભાતે યક્ષભુવનના દ્વાર ઉઘડ્યા એટલે રાજકુમારે પોતાની શક્તિ બતાવવાનો પ્રારંભ કર્યો. ચારે આહારનો ત્યાગ કરી, રંગરાગ છોડીને, નિઃસ્પૃહપણે, નિરહંકારપણે, થતીંદ્રની જેમ એકાગ્ર મન કરીને દર્ભના સંથારા પર નિશ્ચલ થઈને તે યક્ષના ભુવનમાં બેઠો. કહ્યું છે કે “એકચિત્તે કાર્ય કરવાથી તે સિદ્ધ થાય છે, ચિત્તનું ક્રિયાપણું હોય તો કાર્ય નાશ પામે છે. જેના ચિત્તની સુદઢતા હોય છે તેનું કયું કર્યું કાર્ય સિદ્ધ થતું નથી ? એક ચિત્તે સેવન કરવાથી - સર્વ પ્રસન્ન થાય છે. જુઓ ! દારિયની ભક્તિ કરીને પણ રાજપાળ લક્ષ્મીનું સ્થાન નથી
થયો? થયો છે તેનું દષ્ટાંત આ પ્રમાણે છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય,
રાજપાળનું દૃષ્ટાંત
* ૨થમર્દન નગરમાં દેવદત્ત નામનો એક ક્ષત્રિય રહેતો હતો. તેને ભાગ્યવશે રાજપાળ નામનો પુત્ર થયો. તે છ મહીનાનો થયો ત્યારે તેના પિતા મરણ પામ્યા અને પાંચ વર્ષનો થયો ત્યારે તેની માતા મરણ પામી. દયા વગરના સ્વજનોએ અશરણ થયેલા તે બાળકને વિષના પુંજ જેવો તથા દુર્ભાગી જાણીને સર્પની જેમ ત્યજી દીધો. તેમ છતાં પણ પર્વતના વૃક્ષની જેમ તે પોતાના કર્મથી વૃદ્ધિ પામ્યો અનુક્રમે તે યૌવનાવસ્થા પામ્યો. ત્યારે દ્રવ્યવર્જિત હોવાથી તે વિચારવા લાગ્યો કે, ‘‘યૌવન ભોગ-સુખથી સફળ થાય છે અને ભોગસુખ દ્રવ્યથી જ પ્રાપ્ત થઈ શકે છે, તે વિના મનુષ્ય જન્મ વનના પુષ્પની જેમ નિષ્ફળ થાય છે.' પછી ધનલોલુપી એવો રાજપાળ દ્રવ્યપ્રાપ્તિ માટે અનેક દેવોની મૂર્તિ બનાવીને નમસ્કાર કરવા લાગ્યો, પણ તેના ભાગ્યમાં દ્રવ્ય ન હોવાથી કોઈએ પ્રસન્ન થઈને દ્રવ્ય આપ્યું નહીં. તેથી અત્યંત વિષાદ પામેલો અને ગુસ્સે થયેલો તે જેની પાસે દ્રવ્યની યાચના કરેલી. તે સર્વ દેવોની મૂર્તિને વેચવા માટે ચતુષ્પથમાં લાવ્યો અને સાક્ષાત્ દરિદ્રદેવની માટીની મૂર્તિ બનાવીને પોતાના ઘરમાં રાખી તેની આદરપૂર્વક પૂજા કરવા લાગ્યો. એક વખત બુદ્ધિમાન્ એવો તે દારિદ્રની મૂર્તિને ઘરમાં જ રાખીને ગરીબીથી કંટાળેલો ત્યાંથી સો યોજન દૂર ગયો. ત્યાં ચંપાપુરીમાં પ્રવેશ કરતાં એક શૂન્ય ઘરમાં બીજા એક દરિદ્રદેવને જોયો. તેથી તે બોલ્યો કે—અહો ! બધા દેવોની મારી ઉપર કેટલી કરુણાસભર કૃપા છે કે હું સો યોજન દૂર આવ્યો છતાં પણ તેણે મારો કેડો છોડ્યો નહીં.’ પછી તે હાથ જોડીને ગદ્ગદ્ વાણીએ બોલ્યો કે—‘અહો દારિદ્રદેવ ! 'હરિહરાદિક ઉત્તમ દેવો પણ તારી પાસે શી ગણતરમાં છે ? માટે હે દારિદ્ર ! તને નમસ્કાર થાઓ. તારા-પ્રસાદથી હું સિદ્ધ થયો છું. હું બધે જોઈ શકું છું, પણ મને કોઈ જોતું નથી.' આ પ્રમાણે પ્રતિદિવસ દરિદ્રદેવને સ્તવતો અને પૂજતો તે દરિદ્રી રાજપાળ તેની દેવની જેમ ભક્તિ કરવા લાગ્યો.
૪૬
આ તરફ ચંદ્રપુરીના રાજાનો હાથી સાંકળ તોડી આલાનસ્તંભ ઉખેડીને મકાનોને પાડતો અને મનુષ્યોનું મર્દન કરતો તેમજ સૂર્યને નમાવતો અને રાજાને ધ્રુજાવતો તે મદોન્મત થઈને યથેચ્છ રીતે નગરમાં ભમવા લાગ્યો. તેની આવી સ્થિતિ જોઈને રાજાએ તરત નગરમાં ઢંઢેરો વગાડીને ઉદ્ઘોષણા કરાવી કે—જે કોઈ આ હાથીને વશ કરશે તેને રાજા વાંછિત આપશે.' આ પ્રમાણેનો ઢંઢેરો સાંભળીને ગીતકળામાં પ્રવીણ એવા દરિદ્રભક્ત મંદ મધ્ય અને તારસ્વરના ભેદયુક્ત ગાનતાનવડે તે હસ્તિને વશ કર્યો અને આલાનસ્તંભ પાસે જઈને તેને બાંધ્યો, રાજાએ તેને બોલાવીને ઇચ્છા હોય તે માગવા કહ્યું ત્યારે દરિદ્રભક્તે કહ્યું કે—‘હે રાજન્ મારી એવી ઇચ્છા છે કે દીવાળીના દિવસે મારા સિવાય બીજા કોઈએ દીવા કરવા નહીં.' રાજાએ તેનો સ્વીકાર કરીને સમગ્ર રાજ્યમાં તેવી આશા કરી. અનુક્રમે દિવાળી આવી એટલે તે દિવસે રાજપાળે પોતાની ઝુંપડી ફરતા પુષ્કળ દીવાઓ કર્યા.
હવે લક્ષ્મી ફરવા નીકળી તે કોઈ જગ્યાએ દીવા ન હોવાથી ફરતી ફરતી રાજપાળની ઝુંપડી પાસે ઘણા દીવા જોઈને ત્યાં આવી. તેને જોઈને તે દરિદ્રભક્ત લાકડી ઉપાડીને બોલ્યો કે— ‘હે લક્ષ્મી ! કે ચંચલા ! અહીં મારો સ્વામી દરિદ્રદેવ હોવા છતાં તું કેમ આવી ? તે વખતે
Page #66
--------------------------------------------------------------------------
________________
તૃતીયઃ પલ્લવઃ
૪૭ તેની આવી ભક્તિથી પ્રસન્ન થયેલો દરિદ્રદેવ તુષ્ટમાન થઈને હસતો હસતો બોલ્યો કે– મહાદરિદ્રી ! તારી ઉપર હું તુષ્ટમાન થયો છું, માટે તે વિશારદ ! વર માગ.” તેના આવા વચન -સાંભળીને તેને વચનના છળથી ચૂપ કરી દેવા માટે રાજપાળ બોલ્યો કે–ખરેખર તું જો મારી ઉપર પ્રસન્ન થયો હોય તો તારે મારા સિવાય બીજે ક્યાંય જવું નહીં.” તે સાંભળી દરિદ્રદેવ બોલ્યો કે- તે તો મારાથી બની શકે તેમ નથી, માટે તું મને છૂટો કર અને જવા દે. હું તારે ત્યાં રહીશ નહી.” રાજપાળે તેને છૂટો કર્યો તેથી તે દરિદ્ર દેવ ગયો અને લક્ષ્મીએ તેની ઝૂંપડીમાં પ્રવેશ કર્યો, રાજપાળે તેને નમસ્કાર કર્યો અને તેની પૂજા કરીને બોલ્યો કે– હે માતા ! અહીં દરિદ્ર દેવનો નિવાસ હતો ત્યાં સુધી આપ રહી શકો તેમ ન હતું તેથી મેં તેને રજા આપી છે. હવે તમે અહીં નિવાસ કરો. કલ્પવલ્લીને કેરડાની સાથે જોડાય નહીં, તેથી મેં આપને દરિદ્રદેવ સાથે જોડ્યા નથી. તેના આવા વચનોથી પ્રસન્ન થઈને લક્ષ્મીએ તેના ગૃહમાં પ્રવેશ કર્યો. તે કારણે પ્રાતઃકાળે રાજાએ તેને બોલાવીને કેટલીક પૃથ્વીનો સ્વામી બનાવ્યો. *
અહીં યંભુવનમાં દઢ આસન કરીને એકાગ્રચિત્તે બેઠેલા ચંદ્રયશાકુમારને ચલાયમાન કરવા માટે યક્ષે રાત્રીએ સર્પસિંહાદિકના અનેક રૂપો બતાવ્યા. પરંતુ રાજપુત્ર જરાપણ ચલાયમાન થયો નહી. એ પ્રમાણે તે સત્ત્વવંતના સાત દિવસ પસાર થયા. સાત ઉપવાસે યક્ષ પ્રગટ થઈને બોલ્યો કે- “હે મહાવીર ! તું શું માંગે છે ? તે કહે.” રાજપુત્ર બોલ્યો કે-“હે યક્ષરાજ ! આ ધર્મદત્તની પત્નીને મેં અહીં જોયેલી છે. તેને લાવી આપો અને ધર્મદત્તને સોંપો.” તે સાંભળી યક્ષે કહ્યું કે તે વાત અશક્ય છે ! કારણકે તે મનુષ્ય સ્ત્રી મારી યક્ષિણીના કબજામાં છે. તેથી હું તમને આપી શકું તેમ નથી.” ચંદ્રશે કહ્યું કે- હે યક્ષરાજ ! તે સ્ત્રી તમને ક્યાંથી મળી હતી ?” યક્ષે કહ્યું- હે ભદ્રે એક દિવસ હું મારી યક્ષિણી સાથે ફરવા નીકળ્યો હતો, ત્યાં અમે તેને એક સ્થાનમાં સૂતેલી જોઈ અને દિવ્યરૂપવાળી તેને જોઈને મારી યક્ષિણીએ મને કહ્યું કે-“આ મનુષ્યસ્ત્રીનું અપહરણ કરી મને આપો.” યક્ષિણીના વચનથી મેં તે સૂતેલી સ્ત્રીને ઉપાડીને તેને અર્પણ કરી તેથી હવે તેના કબજામાં છે. હું તેને લઈને તમને આપી શકે તેમ નથી.
- આમ કહીને તે યક્ષ અદશ્ય થયો. તેના વચનો સાંભળીને ચંદ્રયશાકમાર વિચારવા લાગ્યો કે “ધિક્કાર છે આ દેવને ! કે જે સ્ત્રીને વશ છે અને તેના કિંકર જેવી સ્થિતિ ધરાવે છે, જયારે દેવો આવી રીતે સ્ત્રીને વશ હોય તો પછી મનુષ્ય માટે શું કહેવું? કહ્યું છે કે ! હરિ હર, બ્રહ્મા, ચંદ્ર, સૂર્ય અને સ્કંદાદિક દેવોને પણ સ્ત્રીએ કિંકર બનાવ્યા છે, તેથી તે વિષયતૃષ્ણાને ધિક્કાર છે.' હવે હું યક્ષિણીને ઉદ્દેશીને ફરીથી તપ કર્યું કે જેથી મારી કાર્યસિદ્ધિ થાય. વિષમ અર્થને સાધ્ય કરી આપનાર એક તપ જ છે. ઈષ્ટ નષ્ટ થયે છતે અને સુખ ભ્રષ્ટ થયે છતે તેમજ કષ્ટ નજીક આવ્યું છતે બુદ્ધિમાનોએ વૈરાગ્યના આભરણરૂપ તપ કરવો તે જ યુક્ત છે.” તપ વિવિધ પ્રકારની વિકસિત એવી લબ્ધિરૂપી લતાના મંડપસમાન ને કલ્યાણરૂપ કુમુદના બગીચાને માટે ચંદ્ર સમાન છે. તપ સમસ્ત પ્રકારની લક્ષ્મીનું શૃંખલા વિનાનું નિયંત્રણ છે. તેમજ દૂરિતરૂપી ભૂતને વશ કરવા માટે અક્ષરવિનાનો મંત્ર છે.”
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૮
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય આ પ્રમાણે વિચારીને રાજપુત્ર દઢ આસન વાળીને બેઠો. ત્રણ દિવસ થયા ત્યારે યક્ષિણીનું આસન કંપાયમાન થયું. તેણે પ્રત્યક્ષ થઈને કુમારને કહ્યું કે “હે વત્સ ! આ સાહસ શા માટે કર્યું છે? હું તારા તપથી તુષ્ટમાન થઈ છું, માટે વરદાન માગ.” રાજકુમાર બોલ્યો કેહે માતા ! જો તુષ્ટમાન થયા છો તો આ ધર્મદત્તની સ્ત્રી આપો. “યક્ષિણીએ તરત જ તેને તે સ્ત્રી આપી. “ખરેખર સત્ત્વથી સર્વકાર્યસિદ્ધ થાય છે.”
કુમારે ધર્મદત્તને બોલાવીને તેને તેની પ્રિયા સોંપી અને કહ્યું કે હે મિત્ર ! જો આ તારી જ પ્રિયા છે ને ?” પોતાની સ્ત્રીને દિવ્ય વસ્ત્રાલંકારોથી વિભૂષિત જોઈને ઘણો હર્ષિત થયેલો ધર્મદત્ત બોલ્યો કે– હે મિત્ર ! આ જ મારી પ્રિયા છે.” પછી રાજપુત્રે કહ્યું કે- ધર્મદત્ત ! આગળ ચાલ. હવે તારો સુવર્ણપુરુષ પણ જમીનમાંથી કાઢીને તને આપું.” પછી ત્યાંથી સ્મશાનમાં જઈને તે સુવર્ણપુરુષ જમીનમાંથી ખોદીને બહાર કાઢ્યો. તેને દેદિપ્યમાન જોઈને ધર્મદત્ત બહુ ખુશ થયો. રાજપુત્રે કહ્યું કે– ‘અગ્નિકુંડમાંથી કાઢીને મેં જ આ સુવર્ણપુરુષને જમીનમાં દાટ્યો હતો. તે તારો છે તો તું લે.” તે જોઈને ધર્મદત્ત વિચારવા લાગ્યો કે–“અહો ! આનું ઉપકારીપણું અને ઉદારતા કેવી શ્રેષ્ઠ છે ?' કેમકે–
ઉપકારે ઉપકારડો, સહુએ કોઈ કરેઈ,
વિણ ઉપકારે જે કરે, વિરલા જણણી જPઈ. લક્ષ્મી નય(નીતિ)ના પ્રણયવાળી હોય છે, ધૃતિ સત્ત્વના પ્રણયવાળી હોય છે અને કુલીનોની મતિ ધર્મના પ્રણયવાળી હોય છે. કોઈક જ પુત્ર કુળને ઉજ્જવળ કરે છે, બાકી કેટલાક પુત્ર તો કુળને કલંકિત કરનારા હોય છે. જુઓ ! કુમુદબંધુ ચંદ્ર આકાશને ઉજ્જવળ કરે છે ત્યારે વર્ષ આકાશને શ્યામ કરે છે.” ધર્મદતે આદરપૂર્વક કુમારને કહ્યું કે– કુમાર ! તમે મારા પરમ ઉપકારી છો, તેથી તમારી પાસે હું એક યાચના કરું છું, પણ તે વિચક્ષણ ! તે યાચના તમારે નિષ્ફળ ન કરવી.” કુમારે કહ્યું કે–કહો, માંગો.” ધર્મદત્તે કહ્યું કે- હે કુમાર ! મારા વચનથી આ સુવર્ણપુરુષ તમે ગ્રહણ કરો.' કુમારે કહ્યું કે– તે પુરુષ શા માટે મને આપો છો ? ધર્મદત્ત બોલ્યો કે “એ સુવર્ણપુરુષ અમારા વણિકના ઘરમાં રાખવો યોગ્ય નથી, તેથી હું તમને આપવા માંગુ છું. તેમજ આપે કરેલા ઉપકારનો કાંઈક પ્રત્યુપકાર કરવાની પણ મારી ઇચ્છા છે. આ પ્રમાણેના ધર્મદત્તના અત્યંત આગ્રહથી રાજપુત્રે તેનો સ્વીકાર કર્યો. પરંતુ તેને કહ્યું કે– તારે જેટલું સુવર્ણ જોઈએ તેટલું આમાંથી લઈ લે.' તેથી ધર્મદત્તે તે સુવર્ણપુરુષના બે હાથ અને બે પગ છેદીને લઈ લીધા. બાકીનો ભાગ લઈને રાજપુત્ર મહેલમાં આવ્યો.
રાજપુત્રને આવેલો જોઈ તેના પિતાએ પૂછયું કે– હે વત્સ ! તેનો સુવર્ણપુરુષ મળ્યો? કુમારે કહ્યું કે– હા મળ્યો.” તેથી રાજા ખૂબ પ્રસન્ન થયા. આ તરફ ધર્મદત્ત સુવર્ણપુરુષમાંથી લીધેલા સોનાના વેચાણથી સોળ કોટી દ્રવ્ય મેળવ્યું. પછી ત્યાંથી કોઈક સ્થાને જઈને મોટો અર્થ જોડી તે અહીં ચંદ્રપુરમાં આવ્યો અને પોતાને ઘેર વધામણી મોકલી. તે સાંભળી તેની સ્ત્રી બહુ જ હર્ષિત થઈ. સર્વ સ્વજનો ભેગા થઈને ધર્મદત્તને સામે લેવા ગયા અને મોટા મહોત્સવપૂર્વક ધર્મદત્તને ઘરે લઈ આવ્યા. બે ભાર્યાઓ સહિત ધર્મદત્ત અનેક પ્રકારના સુખભોગ ભોગવતો
Page #68
--------------------------------------------------------------------------
________________
તૃતીય પલ્લવ
૪૯ આનંદ કરવા લાગ્યો. પૂર્વે જેની સાથે સંબંધ હતા તે બધા મિત્રો મળવા આવ્યા. ધનથી વિહીન મનુષ્યોને મિત્રો તેમજ પુત્રો, સ્ત્રી અને બંધુઓ પણ ત્યજી દે છે અને તે જ મનુષ્ય પાછો - દ્રવ્યવાન્ થતા તે જ મિત્રો, સ્વજનો વગેરે આવીને મળે છે. ખરેખર ધન જ આ લોકમાં મનુષ્યનો પરમ બંધુ છે.”
હવે યશોધવલરાજા કેટલાક વર્ષો વીત્યા બાદ વૈરાગ્યરસરૂપી અમૃતનું પાન કરવા સન્ન થયા અને ચંદ્રયશા કુમારને રાજ્ય પર સ્થાપન કરીને તે સુબુદ્ધિમાને શ્રીસુમિત્રસૂરિ મ. પાસે ચારિત્ર અંગીકાર કર્યું. શુદ્ધ સિદ્ધાંતનો અભ્યાસ કરી ઘણા વર્ષો પર્યત ખડ્ઝની ધારા સમાન ઉજવળ ચારિત્ર પાળીને તે રાજર્ષિ મોક્ષે ગયા.
- ચંદ્રયશાકુમાર રાજગાદી પર બેઠા ત્યારે લોકોએ તેનું ચંદ્રધવલ એવું નવું નામ સ્થાપિત કર્યું. તેને મળેલા સુવર્ણપુરુષનું યુક્તિપૂર્વક પૂજન કરવાથી પ્રતિદિન તેના છેદેલા હસ્તપાદ વગેરે નવા પ્રાપ્ત થવા લાગ્યા અને તે સુવર્ણપુરુષવડે તેનો રાજભંડાર અક્ષય થયો. તેમજ તે સુવર્ણવડે તે પુણ્યશાળીએ સર્વ પૃથ્વીને ઋણમુક્ત કરીને પોતાના નામનો સંવત્સર પ્રવર્તાવ્યો.
એક વખત ચંદ્રધવલરાજાને ધર્મદત્ત યાદ આવ્યો. તેણે મંત્રી દ્વારા ધર્મદત્તને રાજસભામાં બોલાવી તેનું ઘણું સન્માન કર્યું. પછી તેને કહ્યું કે હે બંધ ! તારા આપેલા સુવર્ણપુરુષવડે મેં પૃથ્વીને અનૃણી કરીને અપૂર્વ કીર્તિ મેળવી છે, તેથી તું ખરેખરો મારો બંધ છે.” પછી રાજાએ તેને સર્વવ્યવહારીઓમાં મુખ્યપદ આપીને નગરશેઠ બનાવ્યો. ધર્મદા રાજા પાસેથી ઘણું માનમેળવીને સુખાસનમાં બેસી પોતાને ઘરે આવ્યો. હવે તે દરરોજ સુખાસનમાં બેસીને રાજસભામાં આવવા લાગ્યો.
ચંદ્રધવલ રાજા અને ધર્મદત્ત બન્નેએ મળીને અનેક પ્રકારના ધર્મકાર્યો કર્યા અને નિરંતર સાથે બેસીને સ્નેહવાર્તા તેમજ ધર્મચર્ચા કરવા લાગ્યા. એક દિવસ રાજાએ ધર્મદાને પૂછ્યું કે “તમારી પાસે અત્યારે કેટલું ધન છે.” ઉત્તર આપતાં ધર્મદત્ત બોલ્યો કે “હે મિત્ર ! તે ધનસંબંધી એક આશ્ચર્ય કહું છું તે સાંભળ. તે સમયે સુવર્ણપરુષમાંથી લીધેલા સુવર્ણને વેચતાં મને સોળ કરોડ ધન પ્રાપ્ત થયું હતું. ત્યારપછી જળમાર્ગે ને સ્થળમાર્ગે અનેક અનેક વ્યવસાયો કર્યા પછી પાછો હિસાબ કરતા સોળ કરોડ જ રહ્યા. કોઈપણ પ્રકારનો વ્યવસાય કરતાં તેથી વધારે દ્રવ્ય થતું નથી. તેથી હવે હું વિશેષ ધનનો વ્યય પણ કરી શકતો નથી. તે સ્વામી ! આ બાબતમાં કોઈ જ્ઞાની ગુરુભગવંત મળે તો તેમને પૂછીએ કે આનું કારણ શું છે?” તે સાંભળી ચંદ્રધવલે કહ્યું કે- હે મિત્ર ! તું લક્ષ્મીને સાચવવા આટલો બધો લોભ કેમ કરે છે? લક્ષ્મી લોભથી નથી મળતી પણ ભાગ્યથી જ મળે છે. માટે ભાગ્યને જ વંદન કરવા યોગ્ય છે.” તે સંબંધી એક કથા કહું છું તે સાંભળ
લક્ષ્મી ભાગ્યને આધીન * એક વખત ભાગ્ય અને લક્ષ્મી વચ્ચે પરસ્પર વાદ થયો. બન્ને પોતપોતાની પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રમાણે જયારે વિવાદ કરતાં તે બન્ને અટક્યા નહીં ત્યારે ઇંદ્રાદિ દેવોએ તે
Page #69
--------------------------------------------------------------------------
________________
ЧО
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય બન્નેને કહ્યું કે ‘તમે બન્ને આ રીતે વિવાદ કરવા કરતા પોતાની શક્તિ બતાવી તમારા ગુણોની ખાત્રી કરાવો.” તેથી લક્ષ્મીએ એક દુર્ભાગી, દીન, કૃશ અને સાધારણ સ્થિતિના મનુષ્યને બોલાવીને એક સોનાની ઇંટ આપીને કહ્યું કે ‘તું ઘરે જા અને આ ઈંટ વેચીને તેમાંથી ઉપજતા દ્રવ્યદ્વારા વસ્ત્રાભરણ લેજે અને તે વસ્ત્રાદિથી વિભૂષિત થઈ કાલે અહીં આવીને મારા ગુણની આ ભાગ્યને ઓળખાણ કરાવજે. લક્ષ્મીની વાતનો સ્વીકાર કરીને તે દરિદ્રી પોતાને ઘરે આવ્યો અને લક્ષ્મીએ આપેલી ઈંટ સંતાડીને તે ક્યાંક બહાર ગયો. દરિદ્રીને ઈંટ સંતાડતા તેના પાડોશીએ જોયો. તેથી દરિદ્રી બહાર ગયો ત્યારે પાડોશીએ તે ઈંટ લઈ લીધી. દિરદ્રી પાછો ઘરે આવ્યો ત્યારે તેને તે ઈંટ મળી નહીં. તેથી બીજે દિવસે તે જ સ્થિતિમાં નગરની બહાર આવીને લક્ષ્મીને પોતાનું સ્વરૂપ બતાવ્યું. લક્ષ્મીએ કારણ પૂછતા દરિદ્રીએ બનેલી હકીકત જણાવી. તેથી લક્ષ્મીએ તેને ફરીથી એક મહામૂલ્યવાન રત્ન આપ્યું અને પૂર્વવત્ કરવાનું કહ્યું. દરિદ્રી તે રત્ન લઈને પોતાના ઘર તરફ વળ્યો. માર્ગમાં એક નદી આવી. તેથી નદીનાકિનારે રત્ન મૂકીને તે . દરિદ્રીએ નહાવા માટે નદીમાં પ્રવેશ કર્યો. તેટલામાં કોઈક મત્સ્ય કિનારે રહેલા તે રત્નને ગળી ગયો. તેથી દરિદ્રી પુનઃ ત્રીજે દિવસે પણ પોતાની મૂળ અવસ્થામાં જ લક્ષ્મી પાસે આવ્યો. તે જોઈને ભાગ્યે લક્ષ્મીને કહ્યું કે—‘તું તો એને લક્ષ્મીવાન્ કરી શકી નહીં, હવે મારો પ્રભાવ જો. કંઈપણ આપ્યા વિના માત્ર મારી મીઠી ષ્ટિથી જ તેને હું ધનીક બનાવીશ.” કહ્યું છે કે ‘ભાગ્ય સર્વત્ર ફળે છે. વિદ્યા કે ઉદ્યમ પણ ભાગ્ય વિના ફલતા નથી. જુઓ, શિવના કંઠમાં રહ્યા છતાં પણ વાસુકી નાગ તો પવન જ ખાતો રહ્યો.' પછી ભાગ્યે પોતાને હાથે પેલા દરિદ્રીના કપાળમાં ચાંદલો કરીને કહ્યું કે—‘મારું ભાગ્ય હવે જાગ્યું છે, એમ બોલતો બોલતો ઘરે જા.' તે ઘરે ગયો. ત્યાં દરિદ્રીનો સાળો અતિથિ તરીકે આવેલો હતો. હીન જાતિનો હોવાથી તે તેની માટે એક મત્સ્ય લઈ આવ્યો. તેને ફાડતાં તેમાં લક્ષ્મીએ આપેલું રત્ન નીકળ્યું. એટલે તેણે પોતાની સ્ત્રીને કહ્યું કે—– ‘આ રત્ન તો મળ્યું, હવે આપણી સોનાની ઇંટ પણ મળવી જોઈએ.' આ પ્રમાણે તેઓ વાત કરતા હતા તે વાત પાડોશીએ સાંભળી અને તરત જ પોતે સંભાળી ન શકવાથી રિદ્રીની ઈંટ તેને પાછી લાવીને આપી ગયો. તેમજ તેને પગે પડી વારંવાર ક્ષમા માંગીને બોલ્યો કે—મારી ભૂલ થઈ હતી, પણ આ વાત તમે કોઈને કરશો નહીં. દરિદ્રીએ તે વાત કબૂલ કરીને તેને રજા આપી. તે ઈંટ અને રત્નવડે તે દરિદ્રી મોટો ધનાઢ્ય થયો અને સુશોભિત વસ્ત્રાલંકાર પણ ધારણ કર્યા. ભાગ્યની અનુકૂળતા થવાથી તેનું દારિદ્ર નાશ પામ્યું.
એક વખત તે અશ્વારૂઢ થઈને કેટલાક સેવકજનો સહિત નગર બહાર લક્ષ્મી અને ભાગ્યની પાસે ગયો. પછી અશ્વથી ઉતરી ભાગ્યના પગમાં પડીને તેના ગુણનું વર્ણન કરતો અને બીજા દેવો પાસે લક્ષ્મીની નિંદા કરતો બોલ્યો કે—‘ભાગ્યના પ્રભાવથી જ રાજ્ય મળે છે અને ભાગ્યથી જ પ્રચૂર દ્રવ્ય મળે છે, તેથી ભાગ્યને જ શ્રેષ્ઠ માનવા યોગ્ય છે. તેના વિના લક્ષ્મી શું કરી શકે છે ? કાંઈ જ કરી શકે તેમ નથી.*
ત્યારપછી ચંદ્રધવલ રાજાએ ધર્મદત્તને કહ્યું કે—‘હે મિત્ર ! હે ધર્મદત્ત ! માટે જ હું કહું છું કે ભાગ્ય છે ત્યાં સુધી લક્ષ્મીનો ક્ષય થવાનો નથી. માટે તું સારી રીતે દ્રવ્ય વાપર.' આ પ્રમાણે તેઓ બંને પરસ્પર પ્રીતિપૂર્વક વાતો કરતા હતા, આનંદથી રહેતા હતા અને સન્માર્ગે
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૧
તૃતીય પલ્લવઃ દ્રવ્યનો વ્યય પણ કરતા હતા.
એક વખત વનપાળે આવીને રાજાને વિનંતિ કરી કે હે મહારાજ! આપણા ઉદ્યાનમાં ધર્મધવલ નામે આચાર્ય પાંચસો મુનિ સાથે પધાર્યા છે.” આ પ્રમાણેની વધામણી સાંભળીને વનપાલકને સંતોષી ચંદ્રધવલ રાજા ચતુરંગ સેના સાથે ભક્તિથી મોટા મહોત્સવપૂર્વક ગુરુમહારાજને વંદન કરવા તે ઉદ્યાનમાં ગયો. ધર્મદત્ત પણ બંને સ્ત્રીઓ સહિત સભક્તિથી ગુરુમહારાજને વંદન કરવા માટે તેમજ પોતાનો સંશય તોડવા માટે ઉદ્યાનમાં આવ્યો. મસ્તકે અંજલિ પૂર્વક ગરુમહારાજને વંદન કરીને નરેન્દ્ર અને ધર્મદત્ત બંને યથાયોગ્ય સ્થાને ગુરુ સન્મુખ બેઠા. ગુરુભગવંતે ત્યાં બેઠેલા સમગ્ર ભવ્યજીવોને સંસારના તાપથી તપેલા પ્રાણીઓને અમૃતનું સીંચન કરનારી ધર્મદેશના આપવાનો પ્રારંભ કર્યો.
“હે ભવ્યજીવો ! પ્રાણીને મહાભાગ્યના યોગથી જ પ્રાપ્ત થતો આ મનુષ્ય જન્મ માત્ર આ સંસારને ત્યજીને મોક્ષ પ્રાપ્ત કરી લેવા માટે જ છે.” સંસાર પરમ દુઃખરૂપ છે અને મોક્ષ પરમસુખરૂપ છે.” આ પ્રમાણે તત્ત્વને જાણીને ઉત્તમજનોએ મોક્ષ મેળવવા માટે તત્પર થવું. આ જીવોએ પૂર્વે અનંતા ભવો કર્યા છે, પરંતુ તે સર્વમાં આ મનુષ્યભવ સૌથી શ્રેષ્ઠ ગણાય છે કારણ કે–એ મનુષ્ય જન્મમાં સ્વર્ગ અને મોક્ષ વગેરે સુખસંપતિ મેળવી શકાય છે. કહ્યું છે કે–જીવો સંસારસમુદ્રના તટની નજીક આવે છે ત્યારે જ વિષયથી વિરતિ, સંગનો ત્યાગ, કષાયોનો નિગ્રહ, શમ, દયા, તત્ત્વાભ્યાસ, તપચારિત્રમાં ઉદ્યમ, નિયમના આગ્રહવાળી મનોવૃત્તિ, જિનેશ્વરમાં ભક્તિ અને સુશીલતા ઇત્યાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે.” જેમ મૃત્યુથી ભયભીત બનેલા હરણો ઊંચા કાન કરીને સાવધાન રહે છે, નિદ્રા લેતા નથી, તેમ સંસારથી ભય પામેલા. જ્ઞાનીઓ પાપમાત્રથી દૂર રહે છે. જો સ્વગૃહની જેમ સ્વર્ગમાં ગમન કરવાની ઇચ્છા હોય તો પ્રાણીની હિંસા કરવી નહિ, મદ્યપાન કરવું નહીં અસત્ય બોલવું નહિ, પારકું દ્રવ્ય લેવું નહિ, પરસ્ત્રીને મનથી પણ ઇચ્છવી નહીં. જેમ પવન દિપકને ઓલવી નાખે તેમ કાળે હજારો ઈન્દ્રોને અને સેંકડો ચક્રવર્તીઓને ઓલવી નાંખ્યા–અર્થાત્ મૃત્યુ પમાડ્યા. જેમ પ્રેમથી બંધુઓનો મેળાપ થાય છે તેમ ધર્મથી પ્રાણી અનેક પ્રકારના સુખોને પામે છે. વળી પ્રાણી ધર્મરૂપી નાવડી વડે વિપત્તિરૂપી નદીને તરી જાય છે. સમ્યક્ઝકારે આરાધેલો ધર્મ આ લોકમાં પણ સલ્ફળને આપે છે તો પરભવમાં આપે તેમાં તો શી નવાઈ? જેમ સુંદર શ્રેષ્ઠીનો પુત્ર પૂર્વે દુર્ગત-દરિદ્રી હતો તે પણ ધર્મારાધનથી આ ભવમાં જ દુઃખનો ક્ષય કરીને સુખી થયો. કહ્યું છે કે–“અહીં ઘણું કહેવાથી સર્યું. જો સુખને ઇચ્છતા હો તો ધર્મ કરો કે જેથી આ લોકમાં પણ સુંદર શ્રેષ્ઠીના પુત્રની જેમ સુખને પામી શકો.” જેમ તેજ વિના નક્ષત્રો શોભતા નથી તેમ ધર્મ વિના જીવ શોભતો નથી. જેમ અંધકાર વિના દિપકનું અસ્તિત્વ જણાતું નથી, ભૂખ વિના જેમ સુંદર ભોજન પણ ભાવતું નથી, તાપના સંતાપ વિના જેમ છાયા સુખકારી લાગતી નથી, તેમ પૂર્વે કરેલા પાપના વિપાક જાણ્યા વિના આ પૃથ્વી પર મનુષ્યો શ્રેષ્ઠ પુણ્યના પ્રભાવને જાણી શકતા નથી. પાપના ઉદયથી
જ્યારે સંકટ આવે છે અને પુણ્યના ઉદયથી જયારે તેનું નિવારણ થાય છે ત્યારે પાપ-પુણ્યના ફળની ખબર પડે છે. દક્ષ મનુષ્યો તો પુણ્ય-પાપના ફળ પોતે જ સમજી જાય છે. પરંતુ મુગ્ધજનોને બોધ પમાડવા માટે હેતુપૂર્વક તે વાત સમજાવવી પડે છે.”
Page #71
--------------------------------------------------------------------------
________________
પ૨
શ્રી ધર્મધૂમ મહાકાવ્ય, આ પ્રમાણે ગુરુમહારાજની દેશના સાંભળીને રાજાએ પૂછ્યું કે હે ભગવન્! તે સુંદરશ્રેષ્ઠીના પુત્ર એવું શું પ્રબળ પુણ્ય કર્યું હતું કે જેથી તેનું પૂર્વનું પાપ નાશ પામ્યું? અને જેને આ ભવમાં કરેલો ધર્મ આ ભવમાં જ ફળ્યો? તેનું દષ્ટાંત આપની કૃપાથી સાંભળવા ઇચ્છું છું. ગુરુમહારાજે કહ્યું કે– રાજન્ હે મહાભાગ ! કૌતુક ઉત્પન્ન કરે એવી કથા કહું છું તે તું એકાગ્રચિત્તે સાંભળ :
| ધર્મદત્તનો પૂર્વભવ - આ જંબુદ્વીપમાં ભરત નામનું પવિત્ર અને શોભતું ક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં ભાલમાં તિલક જેવું શોભાયમાન તિલકપુર નામનું નગર છે. તિલકપ્રભ નામનો રાજા તે નગરનું પ્રતિપાલન કરે છે તે રાજા પ્રજાજનોનો પાલકપોષક છે અને પાપીઓનો શોષક છે, અર્થાત્ તેને શિક્ષા કરનાર છે. તેને તિલકશ્રી નામની સૌભાગ્યવંતી રાણી છે. પોતાના સૌજન્યપણાના ગુણથી તે સહુને અતિ પ્રિય છે અને રૂપવડે દેવાંગનાને પણ જીતે એવી છે. તે નગરમાં સુંદર નામનો શ્રેષ્ઠી વસે છે. તે ગુણવાનું અને વિશિષ્ટ બુદ્ધિમાનું છે. દયા દાક્ષિણ્યતા વગેરે ગુણોથી સુંદર હોવાને કારણે તે પોતાના વંશમાં મુકુટ સમાન થયો છે. તેને ભાગ્ય સૌભાગ્યની ભૂમિ સમાન સુભગશ્રી નામની
સ્ત્રી છે. તે સુશીલ છે અને કમળની જેમ સ્વજનોને આનંદ આપનારી છે. “સદા આનંદી, સદા ઉત્સાહી, સ્વજનોમાં મેળ રાખનારી અને દેવગુરુની ભક્ત એવી સ્ત્રીને બીજી લક્ષ્મી જ સમજવી.” જે સ્ત્રી પરઘર ગમનમાં આળસુ (નહી જનારી), પરપુરુષને જોવામાં જન્માંધ જેવી અને પરપુરુષની વાર્તા સાંભળવામાં બહેરી છે તે સ્ત્રી નહી પણ ઘરની સાક્ષાત લક્ષ્મી જ છે.
કહુઆ બોલી કામિની, ઝગડાસુરી નારી. તેહનું ઘર સૌ પરિહરે, કો ન ચડે ઘરબારી. નરનરશું બહુ બોલતી, ઘરઘર ગોડી ભમતી,
સહીયા નિસિ બાહિર વસે, તે સુશીલ કિમ જ હુંતી. સંપૂર્ણ વૈભવવાળો અને અત્યંત ધનવાનું એવા સુંદર શ્રેષ્ઠી પોતાની સુશીલ સ્ત્રીની સાથે નિરંતર સુખભોગ ભોગવતો કાળ પસાર કરે છે. જે સ્ત્રીની ધર્મમાં શુભ બુદ્ધિ હોય છે અને જે જિનાર્ચનવડે મનશુદ્ધિ કરનારી હોય છે તે સ્ત્રી ક્યારેય પણ વચનમાત્રવડે પણ બીજાને દુઃખી કરતી નથી.”
આ પ્રમાણે ઘણો કાળ પસાર થયા છતાં પુત્રરૂપ ફળની પ્રાપ્તિ ન થવાથી સુંદર શ્રેષ્ઠી વિચારવા લાગ્યો કે–“મારી કાયાને હવે ચોથી અવસ્થા નજીક આવી છે, છતાં પુત્ર વિના ઘર શૂન્ય લાગે છે. જ્યાં ધૂળથી ખરડાયેલા પડતા, રડતા બે ત્રણ બાળકો દેખાતા નથી તે ઘર શોભતું નથી. “હે શુક્રાચાર્ય ! ઈશુનો રસ, કવિઓની મતિ, ગાયના દુગ્ધાદિ રસ, બાળકના ભાષણ, તાંબુલયુક્ત અન્ન અને સ્ત્રીના કટાક્ષ દેવલોકમાં હોતા નથી.” શેઠ વિચારે છે કે-“મારા ઘરનો સ્વામી કોણ થશે? મારી વંશવૃદ્ધિ કેવી રીતે થશે? અને ગુરુજન તેમજ ગોત્રજોની પરિપાલના પુત્ર વિના કોણ કરશે ? આ પ્રમાણે પુત્રની ચિંતાથી વ્યાપ્ત સુંદર શ્રેષ્ઠી શૂન્યમનસ્ક થઈને દરિદ્રીની જેમ દિવસો પસાર કરવા લાગ્યો.
Page #72
--------------------------------------------------------------------------
________________
તૃતીયઃ પલ્લવઃ
૫૩
એકવખત રાત્રિના પાછલા પહોરે તે મહામતિ ધર્માત્મા ધર્મકૃત્યમા ઉદ્યમવંત થયો. ત્યારે શય્યા ત્યજીને યત્નપૂર્વક પૃથ્વીનું પ્રમાર્જન કરી પદ્માસન દૃઢ કરીને તે એક શ્રેષ્ઠ આસન પર બેઠો. પછી પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત–એ ચારે પ્રકારના ધ્યાનમાં યથાશક્તિ ઉઘમવંત થયો. એકમાત્ર સારભૂત પરમેષ્ઠિનમસ્કારરૂપ મહામંત્રનું મનમાં સ્મરણ કરીને તેણે શુભ ભાવવડે શત્રુંજય વગેરે શાશ્વત તીર્થોની ભાવવંદના કરી અને ગીરનાર, સમ્મેતશિખર તથા અષ્ટાપદ વગેરે અશાશ્વત તીર્થોને તેણે ભાવપૂર્વક નમસ્કાર કર્યા. તેણે મોક્ષપ્રાપ્તિ માટે શ્રીઋષભદેવ, શ્રીઅજિતનાથ, શ્રીસંભવનાથ, શ્રીઅભિનંદનસ્વામી, શ્રીસુમતિનાથ, શ્રીપદ્મપ્રર્ભસ્વામી, શ્રીસુપાર્શ્વનાથ, શ્રીચંદ્રપ્રભસ્વામી, શ્રીસુવિધિનાથ, શ્રીશીતલનાથ, શ્રીશ્રેયાંસનાથ, શ્રીવાસુપૂજ્યસ્વામી, શ્રીવિમલનાથ, શ્રીઅનંતનાથ, શ્રીધર્મનાથ, શ્રીશાંતિનાથ, શ્રીકુંથુનાથ, શ્રીઅરનાથ, શ્રીમલ્લિનાથ, શ્રીમુનિસુવ્રતસ્વામી, શ્રીનમિનાથ, શ્રીનેમિનાથ શ્રીપાર્શ્વનાથ અને શ્રીમહાવીરસ્વામી એ વર્તમાન ૨૪ તીર્થંકરોને તથા અતીત અનાગત ચોવીશીના તીર્થંકરોને
ભાવપૂર્વક નમસ્કાર કર્યા. એ પ્રમાણે સુંદર શ્રેષ્ઠી ધર્મધ્યાનમાં સુસ્થિત થયેલા હતા તે સમયે તેની પૂર્વભવની ગોત્રજ દેવી પ્રગટ થઈ. દયાળુ, સત્યવાદી, લજ્જાવંત, શુદ્ધમનવાળા, દેવગુરુના પૂજક અને યોગ્ય ભાષક ઉપર દેવો પણ તુષ્ટમાન થાય છે—ચોર, વંચક, પરદારાલંપટ, નિર્દય અને નિઃસત્વ અસત્યવાદી, હિંસા કરનાર, કુકર્મી અને મલિન ચિત્તવાળાની ઉપર દેવો ક્યારેય તુષ્ટમાન થતા નથી.
સુંદર શ્રેષ્ઠી સમક્ષ પ્રગટ થયેલી તેની ગોત્રજ દેવીએ કહ્યું કે—‘‘હે સુંદર ! હું તારા પૂર્વભવની દેવી છું. તારો પૂર્વભવ કહું છું તે સાંભળ. શ્રીનિવાસપુરમાં સોમ નામે શ્રેષ્ઠી વસતો હતો. તેને સોમશ્રી નામે સ્ત્રી હતી અને ભુવનેશ્વરી નામે ગોત્રજદેવી હતી અને સિંહદત્ત નામે પુત્ર હતો. દાનાદિક ધર્મનું આરાધન કરીને તે સોમશ્રેષ્ઠી મરણ પામ્યો. મરણ પામીને તું આ તિલકપુરમાં સોમદેવશ્રેષ્ઠીનો સુંદરનામનો પુત્ર થયો છે. પૂર્વભવમાં તા૨ી ગોત્રજ જે ભુવનેશ્વરી હતી તે જ હું આ ભવમાં પણ તારી ગોત્રજ છું. હવે હું અહીં આવી છું તેનું કારણ સાંભળ :
આજે હું તીર્થયાત્રા માટે નીકળતાં પ્રથમ નંદીશ્વરદ્વીપ ગઈ. ત્યાં મેં ભક્તિપૂર્વક શાશ્વતા શ્રીજિનેશ્વરોને વંદના કરી. પછી નૃત્યગાનાદિવડે વિવિધ પ્રકારે ભક્તિ કરી, બીજા શાશ્વતા ચૈત્યોને વંદના કરીને હું ત્યાંથી પાછી વળી. પાછા વળતા અષ્ટાપદ પર્વતે આવી કે જ્યાં ભરતચક્રીએ એક અહોરાત્રમાં કરાવેલો ચાર દ્વારવાળો મહા ઉન્નત સુવર્ણમય પ્રાસાદ છે. ‘ઉત્સેધ અંગુલે એક યોજન પ્રમાણ દીર્ઘ, ત્રણ કોસ ઊંચો અને બે ગાઉ વિસ્તારવાળો શિવપદને આપનારો, કૈલાશપર્વતના મણિભૂષણ જેવો સિંહનિષદ્યા નામનો ઉત્તમ પ્રાસાદ છે. તેને હું આદરપૂર્વક સ્તવું છું. તે પ્રાસાદમાં રત્ન અને કાંચનથી નિર્માણ કરાયેલો પોતપોતાના વર્ણ અને દેહમાનવાળી ચોવીશે તીર્થંકરોની પ્રતિમા ચારે દિશામાં પૂર્વાદિક્રમે ૨-૪-૮-૧૦ એ ક્રમથી નિર્માણ કરાયેલી અને સ્થાપેલી છે. તે જિનેશ્વરોની પૂજા તેમજ વંદના કરીને પાછી વળતાં હું રાત્રિના પાછલે પહોરે આ નગરના ઉપરના ભાગમાં આવી. તેટલામાં મારું વિમાન અચાનક સ્થિર થઈ ગયું. ઘણા પ્રત્યનો કરવા છતાં આગળ વધ્યું નહિ. તે વખતે ક્રોધાયમાન થઈને મેં ચિંતવ્યું કે—‘આવી રીતે મારું વિમાન સ્થંભિત કરનાર કોણ છે ?' મેં અવધિજ્ઞાનવડે જોયું ત્યારે
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૪
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય
નીચેના ભાગમાં તને ધ્યાનમાં સ્થિર થયેલો જોયો. તે સાથે તારા મનમાં પુત્રપ્રાપ્તિની ચિંતા વર્તે છે તે પણ મેં જાણી, તેથી હું તારી ઉપર સંતુષ્ટ થઈ. મારો ક્રોધ મેં સંવરી લીધો અને તારા ધ્યાનના પ્રભાવથી જ મારું વિમાન સ્થંભિત થયું છે તે પણ મેં જાણ્યું. પુણ્યવાન મનુષ્ય કોઈપણ કષ્ટ કે ચિંતારૂપી સમુદ્રમાં પડેલો હોય ત્યારે તેની ઉપરથી જતાં દેવનું વિમાન પણ સ્થિર થઈ જાય છે. વળી કોઈ સાધુ, સ્ત્રી, બાળ કે વૃદ્ધ પીડિત થયેલા હોય ત્યારે તેની ઉપરથી તેમજ કોઈ તીર્થ ઉપરથી વિમાન જતું હોય ત્યારે પણ સ્થિર થાય છે. તે વખતે તે દેવો અરિષ્ટથી પરાભવ પામેલા અને દુઃખી થયેલા સાધર્મિકનું સાંનિધ્ય કરે છે. આ પ્રમાણે દેવોનો શાશ્વત આચાર છે. તે જ પ્રમાણે તુષ્ટમાન્ થવાથી મારું વિમાન આકાશમાં રાખીને હું તારી પાસે આવી છું. તારા ભાગ્યથી હું તારી ઉપર તુષ્ટમાન થઈ છું, માટે ઇચ્છિત વર માંગ.”
દેવીનું આ પ્રમાણેનું કથન સાંભળીને સુંદર શ્રેષ્ઠી બોલ્યો કે—‘હે માતા ! તમે જે કહ્યું તે બધું સત્ય છે. તમારી હકીકત સાંભળતાં મને જાતિસ્મરણજ્ઞાન થયું છે, તેથી તમે જેવું કહ્યું તેવો જ મારો પૂર્વભવ મેં જોયો. હવે જો તમે મારા ઉપર તુષ્ટમાન્ થયા છો તો હું બીજું શું માંગુ? કારણકે તમારી કૃપાથી મને સાંસારિક બધું સુખ પ્રાપ્ત થયેલ છે, પણ એક વસ્તુ નથી તે આપો કે જેથી મારો જન્મ આ જગતમાં સફળ ગણાય.” દેવીએ પૂછ્યું–‘શું નથી ?’’ શેઠે કહ્યું કે—‘હે દેવી ! મારે પુત્ર નથી, તેના વિના મારું કુળ શોભતું નથી. કહ્યું છે કે—‘‘જેમ સૂર્ય વિના દિવસ, દાન વિના વૈભવ, ઔચિત્ય અને મહત્ત્વવાળા સુવચન વિનાનું ગૌરવ, નિર્મળજળ વિનાનું સરોવર અને ધનસમૂહ વિનાનું મંદિર શોભતું નથી તેમ પુત્રવિનાનું ઘર પણ શોભતું નથી. તેથી હે દેવી ! એક શુભ લક્ષણવાળો પ્રશસ્ત પુત્ર આપો.' દેવીએ કહ્યું કે—à શ્રેષ્ઠી ! મારા વચનથી તમારે ત્યાં પુત્ર થશે. તે સૌભાગ્યશાળી, સદ્ગુણી તેમજ દક્ષ થશે, પરંતુ તેને તમારું અને તમને તેનું પરસ્પર સુખ મળશે નહિ. તે પુત્રને બાલ્યાવસ્થામાં જ માતા-પિતાનો વિયોગ થશે અને તે પ્રથમ દુઃખી થઈને પછી સુખી થશે.’
આ પ્રમાણે કહીને અદ્દશ્ય થઈને દેવી પોતાના વાહનમાં બેસીને સ્વસ્થાને ગઈ. શ્રેષ્ઠી ક્ષણવાર સ્થિર રહીને પોતાના મનમાં વિચારવા લાગ્યા કે—આ સ્વપ્ન છે કે ઇન્દ્રજાળ, અથવા શું મને ચિત્તનો ભ્રમ થયો છે કે મારા નેત્રનો દોષ, કે વિશ્વને સંમોહ ઉત્પન્ન કરનાર કોઈ ચમત્કાર, અથવા શું મારો પાતાળમાં કે દેવલોકમાં જન્માંતર થયો છે ? હું કોણ છું ? કઈ સ્થિતિમાં છું ? અથવા મને અહીં કોણે મૂક્યો ?” આ પ્રમાણે વિચાર કરતાં અનુક્રમે પ્રભાત થઈ તેથી તેણે આવશ્યકાદિ પ્રાતઃકૃત્ય કર્યું અને તે દિવસથી તે બુદ્ધિમાન વિશેષ આદરપૂર્વક ધર્મકાર્ય કરવા લાગ્યો, દીનજનોને દાન આપવા લાગ્યો અને સુપાત્રોને વિશેષે દાન આપવા લાગ્યો. ‘હે સુશ મનુષ્ય ! જો તને દ્રવ્ય મળ્યું હોય તો આપવું અને ભોગવવું પણ સંગ્રહ કરી રાખવો નહીં. જુઓ મધમાખીનું સંચિત કરેલું મધ જો તે ખાતી નથી તો બીજા તેને હરણ કરી લે છે. સુપાત્રદાનવડે પ્રાણીને નિરંતર ઉત્તમ રૂપ, ઇંદ્રસમાન ઋદ્ધિ, મનોહર પ્રાસાદો, મનોરમ સ્ત્રીઓ અને શ્રેષ્ઠ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.’ ‘સત્પાત્ર, અચલ શ્રદ્ધા, યથાવસરે ઉચિત દાન અને ધર્મસાધનની સામગ્રી—એ ચારેય પ્રચંડ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. જ્ઞાનયુક્ત અને ક્રિયાવાન્ મુનિ સુપાત્ર કહેવાય છે, તેમને દાન આપવાથી ઉત્તમ ધેનુ અને સારા ક્ષેત્રની જેમ બહુ ફળ
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૫
તૃતીય પલ્લવ પ્રાપ્ત થાય છે. સર્પને કરાવેલું દૂધપાન કેવળ વિષવૃદ્ધિ માટે જ થાય છે. તેમ કુપાત્રમાં આપેલું દાન પણ શ્રેયસ્કાર થતું નથી. કહ્યું છે કે• જેમ પત્થરની શિલા પોતાને તેમજ પરને ડબાળે છે તેમ તપસંયમથી હીનને, નિયમવિહીન પ્રાણીને તેમજ બ્રહ્મચર્ય રહિતને આપેલું દાન–લેનાર અને દેનારને બન્નેને ડુબાળે છે. જેમ પ્રાણી વિષવૃક્ષનું સિંચન કરીને તેમાંથી અમૃતરસને પામે નહીં તેમ જીવ કુપાત્રદાનથી મોક્ષરૂપ ફળ પામે નહીં અર્થાત્ કુપાત્રદાન સર્વથા અયુક્ત છે. ચૈત્યાદિક બંધાવવામાં અને મુનિરાજને માટે ઔષધ વગેરે કરવામાં એકગણું પાપ અને કોટીગણું પુન્ય થાય છે. સુપાત્રદાન આપનારને, અપાવનારને, આપતાં જોઈને અનુમોદના કરનારને કોઈક વખત સમાન ફળની પ્રાપ્તિ થાય છે. આનંદના આંસુ, શરીર પર રોમાંચ, બહુમાન, પ્રિયવચન અને અનુમોદનાઆ પાંચ સુપાત્રદાનના ભૂષણો છે. અનાદર, વિલંબ, વિમુખતા, અપ્રિય વચન અને આપ્યા પછી પશ્ચાત્તાપઆ પાંચ સુપાત્રદાનના દૂષણો છે. સત્પાત્ર બે પ્રકારના છે. સ્થાવર અને જંગમ. જિનાલય, પ્રતિમાદિ સ્થાવર સત્પાત્ર છે અને જ્ઞાનવાનું, તપસ્વી, નિર્મળ અને નિરહંકારી તેમજ સ્વાધ્યાય અને બ્રહ્મચર્યથી યુક્ત મુનિભગવંતો જંગમ સત્પાત્ર છે. આ બે પ્રકારમાં જંગમ પાત્ર વિશેષ ઉત્તમ છે કારણકે તે તત્કાળ પુણ્યફળને આપે છે અને સ્થાવર પાત્ર ઘણાકાળે ફળ આપે છે. દેવપૂજા અને ધર્મસંબંધી બીજાં સંસ્કાર્ય તે જંગમ હોવા છતાં સર્વોત્તમ છે એમ જ્ઞાની પુરુષોએ કહેલું છે.”
“આ જગતમાં શૂરવીરો હજારો હોય છે, સત્યરિત્રવાનું પંડિતોવડે તો જગતુ પૂર્ણ છે, કળાવાની તો સંખ્યા જ થઈ શકે તેમ નથી. વનમાં રહીને શાંતિપૂર્ણ જીવન જીવનારા ઘણા હોય છે, પરંતુ જગતમાત્રને પોતાના જીવ કરતાં પણ અધિક વહાલા ધનને તજનારા ઉત્તમમતિવાળા અને ગુણનિધિ સ્વરૂપ ભૂમિ માટે વિભૂષણ જેવા ભવ્યજીવો બહુ વિરલા હોય છે.” “દાન દુર્ગતિને વારનાર છે, ગુણસમૂહનો વિસ્તાર કરનાર છે, તેજની શ્રેણિને ધારણ કરનાર છે, વિપત્તિની પરંપરા નાશ કરનાર છે, પાપની શ્રેણિનું વિદારણ કરનાર છે અને ભવરૂપી મહાસમુદ્રમાંથી નિસ્તાર કરનાર છે, વળી ધર્મની અભ્યન્નતિનું કારણ છે અને કલ્યાણકારી મોક્ષનાં સુખને આકર્ષનાર છે. આવું ઉત્તમદાન જયવંતું વર્તો.” આ સંસારીજીવ કોઈક વખત કામાસક્ત હોય છે, કોઈક વખત કષાયને આધીન હોય છે, કોઈક વખત મોહગ્રસ્ત હોય છે. કોઈક વખત કર્મબંધના ઉપાયમાં નિરત હોય છે, પરંતુ ધર્મને માટે ક્વચિત્ જ પ્રવૃત્તિ કરે છે. તેમાં પણ જે દાનધર્મથી વિમુખ હોય છે તેને તો બીજું આલંબન જ મળી શકતું નથી. લઘુ કાણો કુબડો હોવા છતાં પણ દાન આપતા રહેવાથી કળશ ઉર્ધ્વમુખ રાખી શકે છે. જ્યારે ઉપાર્જક છતાં અને પર્ણ હોવા છતાં પણ ઘડો જળને લેનાર હોવાથી તેને સદા અધોમુખ થવું પડે છે.” ‘ક્ષેત્રનું, યંત્રનું, શસ્ત્રનું, સ્ત્રીનું, હળનું, બળદનું, ગાયનું, ઘોડાનું, વૃક્ષનું, ધનનું, પ્રાસાદોનું અથવા એવી બીજી વસ્તુનું દાન ન આપવું કે જેનાથી હિંસાદિ આરંભ થાય અને મુનિનું મુનિપણું જાય તેમજ મન મલિન થાય. એવું દાન સદ્ગતિના ઇચ્છુકોએ ન દેવું કે ન લેવું. જે પુરુષ દાનથી લક્ષ્મીને, વિનયથી વિદ્યાને, ન્યાયથી રાજયને, સુકૃત્યથી જન્મને અને પરોપકારની ક્રિયાથી કાયાને કૃતાર્થ કરે છે તે પુરુષ આ જગતમાં માનનીય ગણાય છે.”
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૬
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય સુંદર શેઠને આ પ્રમાણે પુણ્યકાર્ય કરતાં કેટલોક કાળ પસાર થયો ત્યારે તેની સ્ત્રીએ ગર્ભધારણ કર્યો. તે ગર્ભના પ્રભાવે થતા શુભ દોહદોને સુંદર શેઠ પૂર્ણ કરતાં હતા. ગર્ભસ્થિતિ પૂર્ણ થયે શુભદિવસે પુત્રનો જન્મ થયો. તેની વધામણી મળતાં ઉત્સાહિત થયેલા સુંદર શ્રેષ્ઠીએ તેનો જન્મોત્સવ બહુ સારી રીતે કર્યો અને તેનું દુર્ગક નામ રાખ્યું, હજુ તે પુત્ર બાલ્યાવસ્થામાં જ હોય છે તેટલામાં તેના પૂર્વભવના દુષ્કર્મના યોગથી તેના માતા-પિતા મરણ પામ્યા. દેવની વાણી મિથ્યા થતી નથી.” અનુક્રમે તે દુર્ગકના કુળનો ક્ષય થયો, તેનો દ્રવ્યાદિ વૈભવ પણ નાશ પામ્યો. બાકી રહેલા તેના પરિવારજનો મૃત્યુના ભયથી તેનાથી દૂર વસવા લાગ્યા. પરંતુ, દયાળુ પાડોશીઓએ તે બાળકનું પ્રતિપાલન કર્યું. દૈવયોગથી તે દુર્ગક વૃદ્ધિ પામ્યો. “દૈવ અરકનો રક્ષક છે અને વિધિ જ્યાં નાશક બને ત્યાં ગમે તેટલી સુરક્ષા વચ્ચે રહેલો પ્રાણી પણ વિનાશ પામે છે. વિધાતા પ્રતિકૂળ હોય છે ત્યારે ગુણ પણ દોષરૂપ થાય છે અને તે જ્યારે અનુકૂળ થાય ત્યારે દોષ પણ ગુણરૂપ થાય છે.”
| દુર્ગક કુમારાવસ્થાને પામ્યા બાદ સર્વ શાસ્ત્રોનો અને કળાઓનો અભ્યાસી થયો. કળાઓમાં કુશળ થયો પરંતુ કર્મ વડે નિર્ધન રહ્યો. તે પોતાનું ગામ છોડીને નજીકના શાલી નામના ગામમાં રહેવા ગયો અને ત્યાં નવા નવા પ્રકારના વ્યાપારો કરવા લાગ્યો. પરંતુ તે જે જે કરીયાણા ખરીદતો હતો તેમાં તેને લાભ અલ્પ થતો અથવા ન થતો અને પૂર્વ દુષ્કર્મના યોગથી હાનિ ઘણી થતી હતી. એક વખત તે માથે પોટલું મૂકીને ક્યાંક જતો હતો માર્ગે તેને બે મુનિ મહારાજ મળ્યા. સત્કર્મના યોગથી તેને આ સાધુભગવંતની સંગતિ થઈ. “આગળ જેવી સિદ્ધિ થવાની હોય છે તેવો સંયોગ પ્રાપ્ત થાય છે. તે મુનિઓને વંદન કરીને દુર્ગક ધર્મ પૂછયો. એક મુનિભગવંતે તેને ધર્મોપદેશ આપતા કહ્યું કે –“જિનભક્તિ, ગુરુવંદન, દાન, શીલ, તપ, શ્રતાભ્યાસ, ધ્યાન અને સંવેગ આટલાં કાર્યો ઉત્તમ શ્રાવકે દરરોજ કરવાં.” આ પ્રમાણેની ગુરુની દેશના સાંભળીને તે દરરોજ જિનમંદિર જવા લાગ્યો અને વિવિધ વસ્તુ દ્વારા ત્રિકાળપૂજા કરવા લાગ્યો. ઉભયકાળ શુભભાવપૂર્વક આવશ્યક કરવા લાગ્યો. મન સ્થિર કરીને નમસ્કાર મહામંત્રનો જાપ કરવા લાગ્યો અને સ્વલ્પમાંથી સ્વલ્પ પણ મુનિરાજને દાન આપવા લાગ્યો. “નિર્ધનાવસ્થામાં કરેલું સ્વલ્પ પણ દાન મોટા લાભને કરનાર છે.” નિત્ય જિનધર્મના સારભૂત દયા–ધર્મનું પાલન કરવા લાગ્યો. ઉત્તમજીવો ધર્મની સામગ્રી પામીને પોતાના એક સમયને પણ ધર્મવિહીન જવા દેતો નથી.
એ પ્રમાણે કેટલોક કાળ પસાર થયા પછી એક દિવસ તે મગનો કોથળો લઈને નજીકના નગરે જતાં માર્ગમાં વિશ્રાંતિ લેવા એક ઉદ્યાનમાં બેઠો. ત્યાં એક વૃક્ષની નીચે હાથમાં પુસ્તક લઈને બેઠેલા એક દક્ષ મનુષ્યને તેણે જોયો. તેથી દુર્ગકે પૂછ્યું- હે વિદ્વાન્ ! આ તમારી પાસે શેનું પુસ્તક છે? તે કહો.” તે બોલ્યા કે-“આ શકુન સંબંધી પુસ્તક છે.' ત્યારે દુર્ગકે પૂછ્યું કે“હે સુંદર ! કયા કયા શકુનનું શું શું ફળ થાય. તે કહો.” એટલે તે બોલ્યો કે- -
: “કન્યા, શંખ, ગાય, ભેરી, દહીં, પાકું ફળ, સુગંધી પુષ્પ, દેદિપ્યમાન અગ્નિ, અશ્વ, રથ, નૃપતિ, પૂર્ણકુંભ, ઊંચો કરેલો ધ્વજ, ભૂમિ (માટી વગેરે), મત્સ્ય યુગ્મ, રાંધેલુ અન્ન,
Page #76
--------------------------------------------------------------------------
________________
૫૭
તૃતીયઃ પલ્લવઃ શતાયુ, વેશ્યા, સૌભાગ્યવતી સ્ત્રી, મદ્ય અને માંસ-ઈત્યાદિ પદાર્થો પ્રસ્થાન કરતાં બહાર જતાં સામાં મળે તો તે હિતકારી–મંગળકારી કહ્યા છે.” વળી દુર્ગા (ચીબરી) સંબંધી પૂછવાથી તે સિદ્ધપુરુષ બોલ્યો કે–“પ્રયાણ વખતે જો દુર્ગા ડાબી ઉતરે તો શુભ છે, સુખ અને ધનને આપનારી થાય છે અને તે સુસ્થાનસ્થ હોય છે તો વિશેષે કરીને રાજયાદિ સંપદાને પણ આપનારી થાય છે. આ પ્રમાણે સાંભળીને તે દુર્ગક ઊભો થઈને ખુશ થતો થતો નાચવા લાગ્યો. તે જોઈને સિદ્ધ પૂછ્યું કે–“હે ભાઈ ! તું કેમ નાચે છે?” તે બોલ્યો કે–“હે સુંદર ! મારા હર્ષનું કારણ સાંભળો. તમે જે જે શુભ શકુનો કહ્યાં તે બધા મને આજે શહેર બહાર નીકળતાં થયાં છે. દુર્ગા પણ ડાબી ઉતરેલ છે, તેથી હું નાચું છું કે આજે આ દુર્ગક જરૂર કાંઈક સારો લાભ મેળવશે.” પેલા વિશે કહ્યું કે-“હે ભાઈ ! આજે તું દુર્ગાના શકુનથી જરૂર બે કન્યાસહિત રાજ્ય મેળવીશ.” આ પ્રમાણે સાંભળીને તે દુર્ગક નાચતો નાચતો આગળ ચાલ્યો. લાભની પ્રાપ્તિ જાણીને ક્ષીણ મનુષ્યો પ્રાયે અવશ્ય હર્ષિત થાય છે.'
આ પ્રમાણે નૃત્ય કરતો તે દુર્ગક આગળ ચાલ્યો. તેટલામાં અચાનક નજીકના નગરનો વિક્રમધન નામનો રાજા સેના સહિત સામો મળ્યો. તેણે નાચતાં અને આનંદ પામતાં આ માણસને જોઈને તેના હર્ષનું કારણ પૂછ્યું . તેથી દુર્ગક બોલ્યો કે–“હે ભૂમીશ ! મારા નૃત્યનું કારણ સાંભળો.” આજે મગનું પોટલું ઉપાડીને માર્ગે આવતાં મને સદ્ભાગ્યના ઉદયથી બહુ સારા શકુનો થયા છે. માર્ગે ખિન્ન થઈને વિસામો લેવા વનમાં બેસતાં ત્યાં મને એક નિમિતજ્ઞ મળ્યો. તેને શકુનોનું ફળ પૂછતાં તેણે મને આ પ્રમાણે કહ્યું કે–તને બહુ સારા શકુનો થયા છે તેના 'પ્રભાવથી તેમજ દુર્ગાના શકુનના પ્રભાવથી આજે જે બે કન્યાઓ સહિત રાજ્યની પ્રાપ્તિ થશે.” આ પ્રમાણે સાંભળીને હર્ષ થવાથી હે રાજન્ ! હું નાચું છું. અપૂર્વ લાભ ની વાર્તા સાંભળીને કોને હર્ષ ન થાય ? આ પ્રમાણેની તેની હકીકત સાંભળીને રાજાએ દુર્ગક સામું જોઈને વિચાર કર્યો કે–આ માણસ સામગ્રી વિનાનો, નિર્ધન અને વિરૂપ છે અને પોતે નિંદ્ય વણિક હોવા છતાં તેને રાજયની અને કન્યાની ઇચ્છા જાગૃત થઈ છે. અહો ! લોભનો પ્રભાવ કેવો છે? આ પ્રમાણે વિચારીને કોપિત થયેલો રાજા પાછો રાજમહેલમાં ગયો અને ગામમાં સર્વત્ર ડાંડી પીટાવીને કહેવરાવ્યું કે-“આજથી પાંચ દિવસ સુધી કોઈએ બહારગામથી આવેલા મગ ખરીદવા નહીં, જો કોઈ ખરીદ કરશે તો તેને રાજદંડ પ્રાપ્ત થશે.”
હવે ખુશ થતો થતો દુર્ગક મગનું પોટલું લઈને નગરમાં પ્રવિષ્ટ થયો અને મગ વેચવા ઘણી જગ્યાએ ફર્યો. ઘણા ઘણા વેપારીઓને પોતાના મગ બતાવ્યા. પણ કોઈએ તેના મગ લીધા નહીં. કારણકે નૃપશાસન અનુલ્લંઘનીય હોય છે. દુર્ગક તમામ બજારમાં આખો દિવસ ફરી ફરીને થાકી ગયો. મગ કોઈએ લીધા નહીં. તેથી નિરાશ થઈને કોઈ શૂન્ય દુકાને જઈને તે સૂતો. નિસાસા નાખીને તેણે મગનું પોટલું માથે મૂકવું. તેટલામાં તેને કાંઈક નિદ્રા આવી અને થોડીક રાત્રિ પસાર થઈ ત્યારે શું બન્યું? તે કહે છે.
તે નગરમાં સુમતિ નામનો રાજાનો મંત્રી હતો તેને સૌભાગ્યસુંદરી નામે સ્ત્રી અને સુભગ સુંદરી નામે પુત્રી હતી તે પુત્રી અનુક્રમે યૌવાનાવસ્થા પામી ત્યારે અન્યજનોના મનને મોહ
Page #77
--------------------------------------------------------------------------
________________
૫
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય ઉત્પન્ન કરનારી થઈ. તે જ નગરીમાં એક શ્રેષ્ઠીનો સુદર્શન નામનો પુત્ર છે, તે રૂપવંત હોવાથી સુભગસુંદરીને તેના પ્રત્યે પ્રીતિ થઈ. તેથી તેની સાથે પ્રચ્છન્ન રીતે પાણિગ્રહણ કરવા માટે એક દૂતિને મોકલીને તે જ રાત્રિનો સંકેત કર્યો અને તે પણ જ્યાં દુર્ગક સુતો હતો, તે દુકાને જ આવવાનો સંકેત કર્યો. સંકેત પ્રમાણે વિવાહયોગ્ય સર્વ સામગ્રી લઈને તે શૂન્ય દુકાન પાસે આવી, સુદર્શન કોઈક કારણથી ત્યાં આવ્યો નહીં. સુભગસુંદરીએ તો આ સૂતેલ છે તે જ સુદર્શન
હશે એમ ધારીને તેને અંગે સ્પર્શ કરીને જગાડ્યો અને અંધકારમાં તેને વરના વસ્ત્ર પહેરવા આપ્યા પોતે પણ કન્યાયોગ્ય વસ્ત્ર ધારણ કર્યા. હાર, અર્ધહાર, બાજુબંધ, કુંડળાદિ આભરણો દુર્ગકને પણ પહેરવા આપ્યા અને પછી દાસીએ તે બન્નેને પાણિગ્રહણ સંબંધી ક્રિયા કરાવી સુભગસુંદરીએ પોતાની દાસીએ કહ્યું કે—આજે મારો મનોરથ પૂર્ણ થયો.' દાસીએ કહ્યું કે— ‘વિધાતા અનુકૂળ હોવાથી બધું સરસ થયું.' પછી સુભગસુંદરીએ સુદર્શનના નામથી દુર્ગકને બોલાવ્યો તેથી તે ગયો. પણ સ્વર જુદો જણાવવાથી આ સુદર્શન નથી એમ તેને લાગ્યું. મંત્રીપુત્રીએ તેને કહ્યું કે—‘તું કોણ છે ?’ તેણે કહ્યું કે—‘હું દુર્ગક છું,’ ત્યારે મંત્રીપુત્રીએ પ્રકાશ કરીને જોયું તો દરિદ્રી અને કૃશ એવો દુર્ગક દેખાયો. તેથી મંત્રીપુત્રી તો વિલખી થઈ ગઈ અને દુઃખી થઈને ઉંચે સ્વરે વિલાપ કરવા લાગી કે—‘અરે ! હું ઠગાણી, બળી ગઈ. મને આ દરિદ્રી પરણી ગયો. મારો સંકેત કરેલો પુરુષ તો આવ્યો નહીં.' આ પ્રમાણે બોલતી ચિંતામાં મગ્ન થયેલી તે શીઘ્રપણે ત્યાંથી પોતાને ઘેર ચાલી ગઈ અને પાણી વિના મત્સ્ય તરફડે તેમ બાકીની રાત્રિ તરફડીને પૂરી કરી. તેની માતાએ તેના કહેવાથી હકીકત જાણી એટલે તેણે પોતાના પતિને તે વાત કરી. તે પણ વિચારમાં પડ્યો.
તે નગરમાં વિક્રમધન નામના રાજાને કામદેવના ક્રિડાગૃહ જેવી અનંગશ્રી નામની પુત્રી હતી. તેણીએ પણ તે જ દિવસે રાજાના કોઈ સામંતના પુત્રની સાથે વિવાહ કરવા માટે ગુપ્તસંકેત કર્યો હતો. રાત્રિએ રાજમહેલની ઉર્ધ્વભૂમિમાં દીપક કરીને ગવાક્ષમાર્ગે અંધકારમાં નીચે માંચી મૂકીને તે પોતાના સંકેત કરેલા વરની આવવાની રાહ જોવા લાગી.,
આ તરફ મંત્રીપુત્રીના ગયા પછી દુર્ગકે વિચાર્યું કે—નિમિત્તિયાના કહેવા પ્રમાણે ‘એક વાત તો સાચી થઈ પણ તે સ્ત્રી મને પરણીને ગઈ ક્યાં ? આમ વિચારીને તેને શોધવા માટે તે દુર્ગક રાત્રે ત્યાંથી ઊઠીને આગળ ચાલ્યો. દૂર જતાં તેણે એક ગવાક્ષની નીચે દોરી સાથે બાંધેલી માંચી જોઈ. તેથી તે દુર્ગક કૌતુકથી માંચી ઉપર બેસીને દોરી હલાવી ત્યારે રાજપુત્રીએ જાણ્યું કે—‘મારો સાંકેતિક પુરુષ આવ્યો.' તેથી તેણે તરત દોરી ખેંચીને માંચી ઉપર લીધી. દાસી તેને માંચી ઉપરથી ઉતારી અંદર લઈ ગઈ. દૈવયોગે તે વખતે દિપક બુઝાઈ ગયો. એ વખતે રાજકુમારી કન્યાના વેશમાં તૈયાર થઈને આવી અને વિવાહની ઉત્સુકતા હોવાથી દિપક કર્યા વિના અંધકારમાં જ વિવાહની વિધિ થઈ. વિવાહ થઈ રહ્યા પછી અનંગશ્રી બહુ જ હર્ષિત થઈ. તેણે દાસીદ્વારા દુર્ગકને પૂછાવ્યું કે–‘હે સ્વામિન્ ! આવવામાં મોડું કેમ થયું ? આપને શરીરે કુશળ તો છે ?' દુર્ગક બોલ્યો કે—‘હું તો પરગામથી આવ્યો છું.' આ પ્રમાણેનો તેનો ઉત્તર સાંભળીને, પરગામથી આવેલ જાણીને તેમજ સ્વર જુદો જાણીને શંકા પડવાથી દીવો કરીને તેને જોયો. તે તો અન્ય પુરુષ લાગ્યો, દરિદ્રીને જોઈને રાજપુત્રી પશ્ચાત્તાપ કરવા લાગી. તેણે
Page #78
--------------------------------------------------------------------------
________________
તૃતીયઃ પલ્લવઃ
ЧЕ
દાસીઓને કહ્યું કે—‘આ તો કોઈ અજાણ્યો પુરુષ જણાય છે તો તેને પાછો નીચે મૂકી ઘો. દાસીઓએ માંચીમાં બેસાડીને તેને નીચે મૂક્યો, તેથી તે તો પાછો પોતે હતો ત્યાં શૂન્ય હાટે આવ્યો અને રાત્રિ હોવાથી થયેલા કૌતુકનો વિચાર કરતાં ત્યાં જ સુઈ ગયો.
પ્રભાત થઈ ત્યારે સુમતિ મંત્રી જમાઈને શોધવા માટે નગરમાં નીકળ્યો. તેણે આ શૂન્ય દુકાન ઉપર સૂતેલા કંકણાદિ વિવાહના વેષયુક્ત દુર્ગકને જોયો. તેથી તેને જગાડીને મંત્રી બહુમાન સાથે પોતાને ઘરે લઈ ગયા. રાજાએ પણ પ્રાતઃકાળે રાજપુત્રી સંબંધી રાત્રિનો તમામ વૃતાંત જાણ્યો. તેથી મંત્રીને બોલાવીને તેમણે કહ્યું કે—‘હે મંત્રી ! કુળબાલિકા આ જન્મમાં એક વરને જ વરે છે, ગઈકાલ રાત્રે આ પ્રમાણે હકીકત બની છે તો હવે તે વરને શોધી લાવો કે જેને રાજપુત્રી સ્વેચ્છાએ વરી છે.' મંત્રીએ તે હકીકત સાંભળીને પોતાની પુત્રી સંબંધી કૌતુકકારી હકીકત રાજાને કહી સંભળાવી. પછી તે દુર્ગકને રાજા પાસે બોલાવ્યો અને બન્ને કન્યાને પરણનાર તરીકે તેને ઓળખ્યો. રાજાએ દુર્ગકને વનમાં જોયો હતો તેથી તે દુર્ગકને ઓળખી ગયા, ભદ્રિકતાથી તેમણે દુર્ગકને પૂછ્યું કે—‘મગ વેચવા આવેલો તે જ તું છે ?” દુર્ગકે કહ્યું કે ‘‘હાજી ! તે હું જ છું.' ત્યાર પછી રાજાએ મંત્રીને તેના સંબંધી શુકન વગેરેની તમામ હકીકત કહી. તે સાંભળી વિચારીને મંત્રી બોલ્યો કે—‘‘હે સ્વામિન્ ! વિધાતાએ જ આ બંને વિવાહ મેળવી આપ્યા હોય એવું જણાય છે. ભાવીમાં જે બનવાનું હોય તે બને જ છે અને ન બનવાનું હોય તે ક્યારયે પણ બનતું નથી. શ્રીજિવેંદ્રોએ એમ કહ્યું છે કે શુભ કે અશુભ જે પૂર્વોપાર્જિત કર્મ હોય છે તે ફળે જ છે.' નીતિમાં પણ કહ્યું છે કે ‘આકૃતિ, કુળ, શીલ, વિદ્યા અને જન્મપર્યંત કરેલી સેવા પણ કોઈક વખત ફળતી નથી. પરંતુ તપસ્યા વગેરેથી સંચિત કરેલા પૂર્વભવના પુણ્યકર્મો તો મનુષ્યને ઉત્તમ વૃક્ષોની જેમ દીર્ઘકાળે પણ અવશ્ય ફળે છે.”
આ પ્રમાણે વિચાર કરીને રાજાએ બન્ને કન્યાઓનો દુર્ગક સાથે આડંબર પૂર્વક વિવાહોત્સવ કર્યો અને ક૨મોચનપ્રસંગે દુર્ગકને પોતાનું અર્ધ રાજ્ય આપ્યું અને રાજાએ દુર્ગકનું સૌભાગ્યકળશ એ પ્રમાણે નામ રાખ્યું. આ ભવમાં પણ કરેલા પુણ્યના પ્રભાવથી તે સુખી થયો. ખરેખર સમ્યક્ત્રકારે સેવેલો દયાયુક્ત જૈનધર્મ આ લોકમાં અને પરલોકમાં પણ સર્વથા ફળદાયક થાય છે.
એકવખત રાજાએ સૌભાગ્યકળશને કહ્યું કે—‘હે ભદ્ર ! તને થયેલા શુભ કુનો સા૨ી રીતે ફળ્યાં છે. ‘સૌભાગ્યકળશ બોલ્યો કે—‘હે સ્વામિન્ ! માત્ર શકુનથી શું થાય ? મેં શ્રીજિનેંદ્રોક્ત ધર્મનું સારી રીતે પ્રતિપાલન કર્યું, દંભરહિત શ્રીજિનેશ્વરદેવનું દ૨૨ોજ પૂજન કર્યું, યથાશક્તિ મુનિરાજને દાન આપ્યું. તે પુણ્ય મને અત્યારે ફળ્યું છે અને હે રાજન્ ! તે પુણ્યના પ્રભાવથી સિદ્ધપુરુષે કહેલા વચનો મને સાચા થયા છે.”
આ પ્રમાણે પોતાના જમાઈએ કહેલા ધર્મના ફળથી વિક્રમધન રાજા ધર્મની આરાધનામાં તત્પર બન્યો. તે દરરોજ શુદ્ધ ચિત્તે ધર્મ આરાધવા લાગ્યો. વળી જિનગૃહમાં, જિનબિંબમાં અને ચતુર્વિધસંઘની ભક્તિમાં એમ સાતે ક્ષેત્રમાં પણ ધનનો વ્યય કરવા લાગ્યો. ‘દરેક ગામ અને નગરમાં કેટલાક ધનિક મનુષ્યો એવા હોય છે કે જેમનું ધન વૃદ્ધિવડે કે નાશવડે પૃથ્વીને જ શોભાવે છે. પરંતુ જેનું ધન જિનબિંબ, જિનગૃહ, જ્ઞાન અને ચતુર્વિધ સંઘરૂપ સાતક્ષેત્રમાં
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૦
શ્રી ધર્મધૂમ મહાકાવ્ય વપરાય છે તે પુરુષ જ ધન્ય છે. બીજા ધનિકો અધન્ય છે.” “જે પુણ્યાત્મા નિરંતર ધર્મશાસ્ત્રો લખાવે છે તેણે ગોદાન, ભૂમિદાન અને સુવર્ણદાન એમ બધાં દાન આપ્યા છે એમ સમજવું. આ પ્રમાણેના ઉત્તમ વિચારો અને વાર્તાલાપ કરતાં તે રાજા અને તેનો જમાઈ બંને સારી રીતે ધર્મારાધન કરવા લાગ્યા. એમ આનંદમાં ઘણા દિવસો પસાર થયા.
એક વખત તે નગરનાં ઉદ્યાનમાં ગુણોથી ઉજ્જવળ એવા શ્રીગુણચંદ્રસૂરિ નામના આચાર્ય ભગવંત પધાર્યા. વનપાળે આવીને રાજાને વધામણી આપી તેથી તે બહુ હર્ષિત થયા. રાજા પોતાના જમાઈ સાથે ગુરુભગવંતને વંદન કરવા માટે ઉદ્યાનમાં આવ્યા અને અત્યંત દુર્જય એવા ગર્વને ત્યજી ત્રણ પ્રદક્ષિણા આપી વિધિપૂર્વક વંદન કરીને ગુરુભગવંત પાસે ઉપદેશ સાંભળવા બેઠા. ગુરુમહારાજે પુણ્યરૂપ અમૃતને આપનારી અને ભયારણ્યમાં ભ્રમણ કરતા જીવોની તૃષ્ણાનો ઉચ્છેદ કરનારી ધર્મદેશના આપવાની શરૂઆત કરી.
“હે રાજનું ! ધર્મ સાંભળવાથી, જોવાથી, આચરવાથી અને કહેવાથી તેમજ અનુમોદવાથી પ્રાણીને અત્યંત પવિત્ર કરે છે. તે ભદ્ર ! ત્રણ લોકમાં સુખદુઃખની જે પ્રાપ્તિ થાય છે તે પ્રત્યક્ષ પુણ્ય અથવા પાપનાં જ ફળ છે. પુણ્યરૂપ કરિયાણાના પ્રભાવથી આખું વિશ્વ વશ થાય છે, શત્રુઓનો નાશ થાય છે અને સંપત્તિનો વિસ્તાર થાય છે. જેમ પૂર્વે યમુના રાજપુત્રીએ મહાન ધર્મનું આરાધન કર્યું હતું અને તેથી તેને ધર્મ તત્કાળ અહીં જ ફળ્યો હતો. તેનું દૃષ્ટાંત કહું છું, તે સાંભળો :
| યમુના રાજપુત્રીનું દૃષ્ટાંત : * યમુના નદીના કિનારા પર રત્નાવતી નામે એક શ્રેષ્ઠ નગરી હતી. ત્યાં અમરકેતુ નામે રાજા હતો તેને રત્નાવતી નામે પ્રિયા હતી. તેને અનુક્રમે સાત પુત્રીઓ થઈ. ત્યારપછી આઠમી પણ પુત્રી થઈ ત્યારે ખેદ થવાથી રાજાએ તેને કપડાથી વીંટીને એક પેટીમાં મૂકીને યમુના નદીમાં વહેતી મૂકી દીધી. સાત પ્રહર પૂર્ણ થતા તે પેટી તરતી કરતી પાપુર નગર પાસે પહોંચી. તે નગરમાં સુલસ નામે એક વણિક રહેતો હતો. તે પણ પોતાને સાત પુત્રી હોવાના કારણથી અતિ દુ:ખી હતો. તેણે યમુનાનાં જળમાં વહેતી એ પેટી જોઈ. તેથી વિચક્ષણ એવા તેણે નદીમાં પ્રવેશ કરીને તે પેટી નદીની બહાર કાઢી. પછી ઘરે લઈ જઈને તે પેટી ઉઘાડતા તેમાં રહેલી બાલિકાને જોઈને હાથ ઘસતો ઘસતો ખેદ પામીને તે બોલ્યો કે-“અરે દેવ ! તેં આ શું કર્યું ?” પછી તેણે વિચાર્યું કે “આ લોકમાં પુણ્યોદય વિના પ્રાણી જ્યાં જાય છે ત્યાં વાંછિત મેળવતો નથી પણ તેથી વિપરીત જ થાય છે. અર્થાત્ અનીચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે. મારે પહેલેથી સાત પુત્રી તો છે જ, વળી આ આઠમી મળી અને મારે એક પણ પુત્ર નથી. તેથી મારા આ દુઃખની વાત હું કોને કહું? ને ક્યાં જાઉં? આ પ્રમાણે ખેદયુક્ત હોવા છતાં પણ તે આઠમી પુત્રીનું પરિપાલન કરવા લાગ્યો. તેનું યમુના નામ પાડ્યું. અનુક્રમે તે યુવાવસ્થા પામી. અહીં સુલસ શેઠને પુત્રીઓ વધારે હોવાથી અને આ પાલક પુત્રી હોવાથી દરિદ્રીની જેવી તે સહુને અપ્રિય હતી. તેમજ રાત્રિ દિવસે જ્યાં ત્યાં અથડાતી હતી. તે ઇંધણ લેવા માટે દરરોજ અરણ્યમાં જતી હતી અને પૂર્વના પાપના યોગથી નિત્ય ભૂખ-તરસ સહન કરતી હતી.
Page #80
--------------------------------------------------------------------------
________________
તૃતીય પલ્લવઃ
એક વખત ઇંધન લેવા માટે અરણ્યમાં જતાં માર્ગમાં તેને જીવોપર નિષ્કારણ કરુણા કરનાર એવા એક મુનિભગવંત મળ્યા. તે મહર્ષિના મુખેથી શુદ્ધધર્મને સાંભળીને ભદ્રિક મનવાળી અને સદ્ભાવવાળી તે યમુના નિરંતર ધર્મનું આરાધન કરવા લાગી. તે છ8 અઠ્ઠમાદિ તપ તેમજ જિનાર્ચ, જિનવંદન સાથે સમતિ સંયુક્ત ગૃહસ્થનો ધર્મ પાળવા લાગી. જૈનધર્મના પ્રભાવથી તે યમુના અનુક્રમે સુખી થઈ. ઘરમાં પણ પ્રિય થઈ અને દુર્ભગા હતી તે સુભગા થઈ.
હવે તે નગરના રાજાનો પુત્ર મકરકેતન સારી પ્રિયા મેળવવાની ઇચ્છાથી એક મોટા યક્ષની આરાધના કરતો હતો. તેની ઉપર તુષ્ટમાન થયેલા યક્ષે તેને વરદાન માંગવા કહ્યું. તેથી રાજપુત્રે ચતુરાઈવાળી, શ્રેષ્ઠ ગુણોવાળી અને રાજ્યનો અભ્યદય કરનારી સ્ત્રીની માંગણી કરી. યક્ષે કહ્યું કે- હે ભદ્ર ! સાંભળ, રત્નાવતી નગરીનો સ્વામી અમરકેતુ નામે રાજા છે. તેને રત્નાવતી રાણીથી સાત પુત્રી થઈ હતી. ઉપરાંત આઠમી પુત્રી થતાં તેને પેટીમાં મૂકીને તે પેટી યમુના નદીમાં વહેતી કરી દીધી તે પેટી યમુનામાં વહેતી વહેતી સાત પ્રહરે અહીં આવી, તે સુલસ શેઠે બહાર કાઢી. તેમાંથી તે પુત્રી નીકળી, તે સુલસ શેઠને ત્યાં વૃદ્ધિ પામી છે અને પદ્મિની છે. તે તારી સ્ત્રી થનારી છે. રાજયનો અભ્યદય કરનારી છે અને તે મહાયશ ! તે સ્ત્રી હું તને ભાર્યા તરીકે આપું છું.” આવા પ્રકારની યક્ષની વાણી સાંભળીને મકરકેતન હર્ષ પામી પોતાને સ્થાને આવ્યો અને પછી પિતાની આજ્ઞા મેળવીને તે તેની સાથે પરણ્યો. અનુક્રમે તે કુમાર રાજા થયો અને યમુના પટ્ટરાણી થઈ. મકરકેતન રાજાએ તુલસને નગરશેઠની પદવી આપી અને તે ત્રણે–રાજા, રાણી ને સુલસ આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. તેમજ ધર્મ સાધના કરવા લાગ્યા.
પદ્મિની સ્ત્રી પામવાથી તેમજ પૂર્વના પુણ્યથી મકરકેતન રાજા જેના પ્રતાપથી પૃથ્વી આક્રાંત થયેલી છે એવો ત્રણ ખંડનો અધિપતિ થયો. તેણે તમામ રાજાઓને નમાવીને પોતાને તાબે કર્યા અને ન્યાય તથા ધર્મવડે તેણે પ્રજાને પણ સુખી કરી.
કેટલોક કાળ આ પ્રમાણે વ્યતિત થયા પછી અમરકેતુ રાજાના વૈરીએ તેનું સમગ્ર રાજ્ય પ્રહણ કર્યું. સર્વ ધન વગેરે પણ લૂંટી લીધું. રાજા પોતાના કુટુંબ સાથે ત્યાંથી પલાયન થયો અને જયાં તેની પુત્રી યમુનાનો પતિ મકરકેતન રાજા રાજ્ય કરે છે ત્યાં આવ્યો. યમુના રાણીના વચનથી રાજાએ પોતાના શ્વસુરનો સત્કાર કર્યો, તેને ધન, વાહન, દેશાદિ આપીને સુખી કર્યા અને પોતાનાં રાજ્યમાં તેમને સન્માનપૂર્વક રાખ્યા. પછી મકરકેતનરાજાએ લશ્કર મોકલીને અમરકેતુ રાજાના શત્રુઓને જીતી લીધા અને અમરકેતુના રાજ્યમાંથી શત્રુઓને હાંકી કાઢી તે રાજ્ય પાછું મેળવીને પોતાના શ્વસુરને સ્વાધીન કર્યું અને અમરકેતુ રાજાના પુત્ર સુરકેતુને રત્નાવતીનાં રાજય પર સ્થાપિત કર્યો. અમરકેતુ રાજા વગેરે સર્વે જિનધર્મમાં પરાયણ થયા અને ધર્મનો ખરેખરો પ્રભાવ જોઈને યમુના પણ ધર્મમાં વધારે ઉદ્યમવંત બની. કાળક્રમે યમુના રાણીને એક પુત્ર થયો જેનું નામ મદન રાખવામાં આવ્યું. અનુક્રમે વૃદ્ધાવસ્થામાં તેને રાજય સોંપીને મકરકેતન રાજાએ પોતાની રાણી સહિત ચારિત્ર અંગીકાર કર્યું. દીર્ઘકાળ પર્યત નિરતિચાર ચારિત્ર પાળીને તે બંને મોક્ષસુખને પામ્યા. “જેમ યમુના આ ભવમાં જ ધર્મનું ફળ પામી, તેમ
Page #81
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય અન્ય જીવો પણ આ ભવમાં તેમજ પરભવમાં ધર્મનું ફળ પ્રાપ્ત કરે છે.” *
ગુરુમહારાજની દેશના સમાપ્ત થઈ ત્યારે રાજાએ તેમને પૂછ્યું કે “હે ભગવંત ! આ સૌભાગ્યકળશ ક્યા કારણે પ્રથમ દુઃખી અને પછી સુખી થયો ?” ગુરુભગવંતે કહ્યું કે તેનો પૂર્વભવ સાંભળો. “કુંભપુર નામના નગરમાં વિક્રમ નામનો વણિક રહેતો હતો. તે ધનાઢ્ય ધર્મવાનું અને નિરંતર ધર્મકૃત્ય કરનારો હતો. તે દરરોજ જિનપૂજા કરતો હતો, ભાવપૂર્વક દાન આપતો હતો અને ગૃહકાર્ય પણ જયણાપૂર્વક કરતો હતો. એક વખત માર્ગે જતા તેને એક કુદ્ધિપુરુષ મળ્યો. તેને જોઈને તેણે તેની દુર્ગચ્છા કરી તેમજ નિંદા કરી. વળી એક વખત પોતાના બહોળા કુટુંબને જોઈને તેના મનમાં ગર્વ આવ્યો કે-“અહો ! મારું કુળ કેટલું વિશાળ છે ?” શાસ્ત્રકાર કહે છે કે “જે જે વસ્તુનો મદ કરવામાં આવે છે તે તે વસ્તુ આગામીભવે હીન પ્રાપ્ત થાય છે. તેથી વિવેકીજનોએ કોઈપણ બાબતનો ગર્વ કરવો જોઈએ નહીં.” પોતે કરેલી દુર્ગચ્છા અને મદની આલોચનાદિ કર્યા વિના તે વિક્રમ વણિફ મરીને આ ભવમાં સુંદર શ્રેષ્ઠીનો દુર્ગક નામે પુત્ર થયો. કુળના મદથી આ ભવમાં તેના કુળનો નાશ થયો અને કુષ્ટિની નિંદા કરી હોવાથી તે પોતે દુઃખી થયો. “જુઓ ! કુળનો ગર્વ કરવાથી જીવ મરીચીની જેમ નીચ કુળને પામે છે.” પૂર્વભવમાં જે પુણ્ય કર્યું હતું તેથી અને આ ભવમાં કરેલા પુણ્યકાર્યથી તે બે સ્ત્રીઓ સહિત રાજસંપત્તિ પામ્યો.”
આ પ્રમાણે પૂર્વભવ સાંભળીને રાજા અને જમાઈ પ્રતિબોધ પામ્યા. પછી તે બંનેએ અનેક પ્રકારે ધર્મારાધન કરીને અંતસમયે અનશન કર્યું. આયુષ્ય પૂર્ણ કરીને તે બંને દેવ થયા અને ત્યાંથી ચ્યવી મનુષ્યભવ પામી સંયમ ગ્રહણ કરીને મોક્ષસુખને પામ્યા.
આ પ્રમાણે દુર્ગકનું દષ્ટાંત સાંભળીને અને ધર્મનું ફળ જાણીને ઉત્તમ પુરુષોએ ધર્મકાર્યમાં વિશેષ ભાવપૂર્વક ઉદ્યમ કરવો. “સુજ્ઞ પુરુષોએ અનંત ગુણોના સ્થાનરૂપ શ્રીજિનેશ્વરોની ભક્તિ, તેમના કહેલા આગમોમાં આસક્તિ, સદ્ગુરુની પર્યાપાસનામાં રતિ, પ્રાણીમાત્રમાં મૈત્રી, સુપાત્રદાનમાં મતિ, ગુણ ઉપાર્જન કરવામાં પ્રીતિ, શિષ્ટજનો સાથે સંગતિ સર્વજીવોની ઉપકૃતિ અને કુકર્મથી વિરતિ આટલા કાર્યો સર્વદા કરવા જોઈએ.
ગુરુભગવંતના ઉપદેશને અંતે રાજા ચંદ્રધવલે પૂછયું કે- “હે મહારાજ ! ધર્મદાના ઉદ્યમથી તેને પ્રાપ્ત થયેલો સુવર્ણપુરુષ મને કેમ મળ્યો ? ક્યા સત્કર્મથી મળ્યો ? અને ધર્મદત્તને ગમે તેટલો પ્રયાસ કરવા છતાં ૧૬ કોટીથી વધારે દ્રવ્યની પ્રાપ્તિ કેમ થતી નથી ? આ બન્ને બાબતના હેતુ જાણવાની મને તીવ્ર ઇચ્છા છે. તેથી તે જણાવવા કૃપા કરો.” ગુરુભગવત રાજાના પ્રશ્નોના ઉત્તર આપે તેટલામાં નજીકના વૃક્ષ ઉપરથી ઉતરીને આનંદ પામતી એક વાંદરી ગુરુભગવંતને પ્રદક્ષિણા આપવા લાગી અને નાચવા લાગી. તે જોઈને વિસ્મય પામેલા રાજાએ ફરી પૂછ્યું કે, “હે પ્રભો ! મારા પહેલા પ્રશ્નનો ઉત્તર તો આપ આપશો જ. ઉપરાંત આ વાંદરી ક્યા કારણથી નાચે કૂદે છે અને આનંદ પામે છે તે જણાવવા પણ કૃપા કરશો.” ગુરુભગવંતે કહ્યું કે–“હે મહાભાગ ! કર્મની ગતિ વિચિત્ર છે. ભવિતવ્યતા વિષમ છે. તેની કથા કહી શકાય તેમ નથી તો પણ કહું છું તે સાંભળો. આ મર્કટી પૂર્વભવમાં મારી સ્ત્રી હતી. જેની
Page #82
--------------------------------------------------------------------------
________________
તૃતીયઃ પલ્લવઃ
કુક્ષિથી ઉત્પન્ન થયેલી ધનવતી મારી પુત્રી છે અને આ ધર્મદત્ત મારો જમાઈ છે.
આ વાત સાંભળીને ધનવતી વાનરીને તેમજ ગુરુભગવંતને પોતાના માતા પિતા તરીકે જાણીને તેમજ જોઈને ગુરુભગવંતના પગમાં પડી અને દુ:ખ થવાથી તે ખૂબ રડવા લાગી. ગુરુભગવંતે રડવાનું કારણ પૂછતા તે બોલી કે ‘‘મારી માતાને વાંદરી થયેલી જોઈને મને બહુ દુઃખ થાય છે.'' તે સાંભળીને ગુરુભગવંતે ધનવતીને કહ્યું કે—‘હે પુત્રી ! સાંભળ, તારા વિવાહ માટે વહાણમાં બેસીને સમુદ્રમાર્ગે જતાં જ્યારે વહાણ ભાંગ્યુ ત્યારે મને એક પાટીયું મળી ગયું. તેને આધારે તરતાં તરતાં નવ દિવસે હું કિનારે પહોંચ્યો. આગળ એક નગર હતું. તે વખતે મને જોઈને એક બ્રાહ્મણ બોલ્યો કે—‘હે ધનસાર ! આવ, આવ.' આમ કહીને મને આદ૨પૂર્વક તે પોતાને ઘરે લઈ ગયો. તેણે મને સારાં વસ્ત્રો પહેરવા આપ્યા અને ખાનપાનદ્વારા મારી સારી રીતે ભક્તિ કરી. તેથી મેં પૂછ્યું કે—‘આ પ્રમાણે મારી ભક્તિ કરવાનો હેતુ શું છે ? વળી મારું નામ તમે ક્યાંથી જાણ્યું ? હું તો તમને ઓળખતો નથી.” એટલે તે દ્વિજ બોલ્યો કે ‘‘આ શંખપુર નામનું નગર છે. તે નગરમાં રહેનારો હું જિનશર્મા નામનો જૈનધર્મી વિપ્ર છું. હું અપુત્ર હોવાથી મેં મારી કુળદેવીને આરાધી. તેણે પ્રગટ થઈને મારી પુત્ર પ્રાપ્તિની ઇચ્છા જાણીને કહ્યું કે—‘તારું પૂર્વોપાર્જિત કર્મ બહુ નિકાચિત છે તેથી તને પુત્રની પ્રાપ્તિ નહીં થાય. સુર, અસુર કે મનુષ્ય કોઈ તેમાં ફેરફાર કરી શકતું નથી. વળી પોતાને ઇચ્છિત હોય તે સર્વ પ્રકારનું સુખ કોને પ્રાપ્ત થાય છે ? સર્વ જગત્ કર્મને આધીન છે તેથી તું તારી સ્થિતિમાં સંતોષ માન. વજ્ર જેવા દેહવાળા શલાકાપુરુષોને પણ પોતે બાંધેલા નિકાચિતકર્મ ભોગવવાં પડે છે.”
,,
૬૩
મારી કુળદેવીનું આ પ્રમાણે કથન સાંભળીને મેં તેને કહ્યું કે—‘હે દેવી ! મને કર્મસંબંધી નિશ્ચય હોવાથી મારા ચિત્તમાં સંતોષ જ છે, તેમાં મને કોઈ શંકા નથી, પણ મને ચિંતા થાય છે કે મારા પછી તમારી પૂજા કોણ ક૨શે ? વળી મારી પાસે કેટલીક શ્રેષ્ઠ વિદ્યાઓ છે તે પણ મારી સાથે જ નાશ પામશે. આ વાતનું જ મને દુઃખ છે. તેથી હું પુત્રની યાચના કરું છું.' દેવી બોલી કે—‘તને અંગજ-પુત્ર તો નહીં થાય પણ ધનસાર નામનો વણિક્ પાલકપુત્ર થશે. તે આજથી છ મહિના પછી આવશે. કમલપુરનો વાસી તે શ્રેષ્ઠી એક વખત દરિયાઈ માર્ગે જતાં વહાણ તૂટવાથી નવ દિવસે અહીં દરિયા કિનારે પહોંચશે તેને તારે ઘરે લઈ આવવો. તે તારી બધી વિદ્યાઓ ગ્રહણ કરશે અને તારી પુત્રીને પરણશે.” આ પ્રમાણે કહીને તે દેવી અદૃશ્ય થઈ. ત્યારપછી તેના કહ્યા પ્રમાણે આજે તું મને મળ્યો છે અને તેથી જ હું તને પુત્રવત્ વાત્સલ્ય કરું છું.”
આ પ્રમાણે કહ્યા પછી તે બ્રાહ્મણે મને બધી વિદ્યાઓ આપી અને તેની પુત્રી મારી સાથે પરણાવી. ત્યારબાદ કેટલાક વર્ષે તે બ્રાહ્મણ સ્વર્ગવાસી થયો. હું ત્યાં બ્રાહ્મણપુત્રી સાથે આનંદથી રહ્યો. તેની સાથે સુખભોગ ભોગવતાં મને એક પુત્ર થયો. તેનું નામ ધનદત્ત પાડ્યું. તે આઠ વર્ષનો થયો ત્યારે સર્વ વિઘાનો પારગામી થયો. તે યોગ્ય વયમાં આવ્યો ત્યારે સર્વ ભાર તેની ઉપર સ્થાપન કરીને સિંહદત્ત નામના ગુરુની પાસે સ્ત્રીસહિત મેં ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે હું સૂરિપદ પામ્યો. પછી વિચરતો વિચરતો અહીં આવ્યો. હે પુત્રી ! તારી માતા જે વહાણ ભાંગવાથી સમુદ્રમાં પડી હતી તે આર્તધ્યાને મૃત્યુ પામીને બીલાડી થઈ. ત્યાંથી મરણ પામીને આ
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૪
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય મર્કટી (વાંદરી) થઈ. તે મને જોઈને ઉહાપોહ કરતાં જાતિસ્મરણ પામી અને તેણે પૂર્વભવ જોયો તેથી મારી ઉપર સ્નેહ આવવાથી તે મારા ફરતી નાચે છે, કુદે છે અને ગેલ કરે છે.”
આ પ્રમાણે ગુરુમહારાજે કહેલી હકીકત સાંભળીને ધનવતી વાંદરીને ખોળામાં લઈ તેને સ્પર્શ કરતી કરતી રોવા લાગી. તે બોલી કેમ્હે માતા ! આ શું થયું ? તમે મનુષ્યની સ્ત્રી મટીને વાંદરી થઈ ગયા !' ગુરુ ભગવંતે કહ્યું કે—‘હે વત્સે ! કર્મની ગતિ વિચિત્ર છે. આ ભવસમુદ્ર બહુ જ વિષમ છે. આર્ત અને રૌદ્રધ્યાન કરવાથી પ્રાણી પોતપોતાના કર્મસંયોગે તિર્યંચ અને નરકગતિ પામે છે. “નિરંતર મહાઆરંભમાં આસક્ત એવા પારાવાર પાપસમૂહથી વ્યાપ્ત થયેલા, ઘણા પંચેન્દ્રિય જીવોનો વધ કરનારા, મહાલોભી, અવિચ્છિન્ન રૌદ્રધ્યાનને ધ્યાનારા, શીલ વિનાના, માંસ ભક્ષણ કરનારા જીવો નરકગતિને પામે છે.” ઉન્માર્ગની દેશના આપનારા, સન્માર્ગનો નાશ કરનારા, માયાવી, જાતિ-બળાદિનો મદ કરનારા, અંતઃકરણમાં શલ્યવાળા, શઠપણું આચરનારા એવા પ્રાણીઓ તિર્યંચગતિનું આયુ: બાંધે છે.” “જેઓ સ્વભાવે પાતળા કષાયવાળા હોય, દાનપ્રિય હોય, સંયમ અને શીલ વિનાના હોય પણ મધ્યમ માર્ગે ચાલનારા સામાન્ય ગુણવાળા હોય તેઓ મનુષ્યગતિનું આયુષ્ય બાંધે છે.” અતિચારરહિત અણુવ્રત અને મહાવ્રત પાળનારા, બાળતપસ્વી અકામનિર્જરા કરનારા, શ્રીજિનેશ્વરના વંદનપૂજનમાં તત્પર અને સમ્યગ્દષ્ટિ જીવો દેવગતિનું આયુષ્ય બાંધે છે. “અરિહંત, સિદ્ધ, શ્રુત, આચાર્ય અને સંઘાદિની ભક્તિ કરનારા જીવો તેમની આરાધનાથી અને શુક્લધ્યાનથી પંચમી ગતિ એટલે કે મોક્ષ પ્રાપ્ત કરે છે.” (તત્ત્વાર્થસૂત્ર અ. ૬ સૂત્ર.)
‘‘પ્રાણી ભલે આખી પૃથ્વી ઉપર પરિભ્રમણ કરે, પાતાળમાં પહોંચે, પર્વતના શિખરે ચડે, દશે દિશામાં ફરે, એક દ્વીપમાંથી બીજા દ્વીપમાં જાય અને સમુદ્રનું ઉલ્લંઘન કરે આ પ્રમાણે ગમે તેટલો પ્રયાસ કરે તો પણ પાપારંભ કરવાથી ક્યારેય પણ વાંચ્છિતની પ્રાપ્તિ થતી નથી.’
આ પ્રમાણે ગુરુભગવંતે દેશના આપ્યા પછી રાજાએ પુનઃ પૂછ્યું કે ‘હે મહારાજ ! ધર્મદત્તને સોળ કોટિ દ્રવ્યની જ પ્રાપ્તિ કેમ થઈ ? તેનું કારણ કહો.” ગુરુમહારાજે કહ્યું તેનું કારણ સાંભળો—
“કુલિંગ દેશમાં કનકપુર નગરમાં લલિતાંગ નામનો લક્ષ્મીવાન્ શ્રેષ્ઠી રહેતો હતો. તેને લક્ષ્મીવતી નામે સ્ત્રી હતી. તે સ્ત્રી પ્રાયઃ, સંતોષી, પ્રિય બોલનારી, પતિના ચિત્તને અનુસરનારી, કાળને ઉચિત વ્યય કરનારી બીજી લક્ષ્મી જેવી જ હતી. ચાતુર્ય, સરલતા, શીલ, રૂપ અને લાવણ્યની સંપત્તિ, સુવાક્યભાષીપણું અને અલ્પભાષીપણું—આટલા ગુણો જે સ્ત્રીમાં હોય તે તીર્થભૂમિ જેવી ગણાય છે. લલિતાંગશેઠ પ્રિયાની સાથે સારી રીતે સર્વજ્ઞભાષિત ધર્મનું આરાધન, પૌષધ, દેવપૂજા તેમજ મુનિરાજને દાન આપવું વગેરે ધર્માનુષ્ઠાન કરતો હતો. તે શેઠ મુનિદાનના પાંચ અતિચાર સહિત અતિથિ સંવિભાગવ્રત કરતો હતો. કોઈક વખત પ્રાસુક વસ્તુ સચિત્ત ઉપર મૂકી દેતો હતો. કોઈક વખત સચિત્ત વસ્તુથી પ્રાસુકને ઢાંકી દેતો હતો, રુચિ વિના મુનિદાન કરતો હતો, મુનિદાનના સમયનું અતિક્રમણ કરીને મુનિને બોલાવી દાન આપતો હતો, ક્યારેક વસ્તુ હોવા છતાં પારકી છે એમ કહેતો હતો. દાન આપીને અભિમાન કરતો હતો. આ
Page #84
--------------------------------------------------------------------------
________________
૬૫
તૃતીયઃ પલ્લવઃ
પ્રમાણે શ્રાવકના બારમા વ્રતમાં પાંચે અતિચારો લગાડતો હતો.
સર્વથા શ્રાવકધર્મનું આરાધન કરવામાં તે શ્રેષ્ઠીનો કાળ પસાર થયો છે. એક વખત કોઈ સાર્થવાહ વ્યાપાર માટે પરદેશ જવા તૈયાર થયો. તે વખતે લલિતાંગના કોઈ મિત્રે લલિતાંગને કહ્યું કે—‘તમે પણ સાથે ચાલો અને શકટ, વૃષભાદિ સામગ્રી તૈયાર કરો.' લલિતાંગ તૈયારી કરવા લાગ્યો. તે તૈયાર થયો તેટલામાં સાર્થવાહે પ્રયાણ કર્યું. લલિતાંગ ગાડાઓમાં કરીયાણા ભરીને તેની પાછળ ચાલ્યો અને સાર્થની સાથે ભેગો થયો. રાત્રિએ કોઈક સારા સ્થાનકે સર્વની સાથે નિવાસ કર્યો. પાછલી રાત્રે લલિતાંગ શેઠ ઊઠીને પગનો સંચાર ન જણાય તેવી રીતે પ્રતિક્રમણ કરવા બેઠો. તે નમસ્કાર મંત્રનું સ્મરણ કરતો હતો તેટલામાં સાર્થનો મોટો ભાગ ‘ઉઠો ઉઠો. ચાલો ચાલો.' એમ બોલતો ઉતાવળે તૈયાર થયો. તે વખતે લલિતાંગે ગાડાઓ જોડતાં લોકોને અટકાવીને કહ્યું કે—‘હજુ રાત્રિ બાકી છે, તેથી જરા ધીરજ રાખો. ઉતાવળા ન થાઓ. વળી મારે તો સામાયિક છે તેથી હું પ્રયાણ કરી શકું તેમ નથી.'' તે સાંભળી સાર્થના બીજા લોકો બોલ્યા કે—‘આગળનું મુકામ દૂર છે, તેથી હવે રોકાવાનો વખત નથી. પછી તડકો થવાથી બળદો સુધાતૃષાથી હેરાન થાય છે. તમારે વિલંબ છે તો અમે આગળ જઈને વિશ્રાંતિ લઈશું ત્યાં તમે આવીને ભેગા થજો.' આ પ્રમાણે કહીને લલિતાંગે રોકવા છતાં સાર્થ રોકાણો નહીં અને પ્રયાણ કર્યું. લલિતાંગે વિચાર્યું કે—‘ભલે તેઓ ગયા તો ગયા. હું સામાયિક પૂર્ણ થયા પછી પ્રયાણ કરીશ. વળી મારે આ પ્રમાણે ગાડામાં કરીયાણા ભરીને વેચવા જવાનું શું પ્રયોજન છે ? આ પ્રમાણે વિચારતાં તેનું સામાયિક પૂર્ણ થયું ત્યારે તેણે પાર્યું અને પછી પ્રયાણ કરવાની તૈયારી કરવા લાગ્યો. તેટલામાં લોકોનો બંબારવ સાંભળ્યો. તે સાંભળી લલિતાંગે વિચાર્યું કે—સારું થયું કે મેં અંધકારમાં પ્રયાણ કર્યું નહીં.”
આ પ્રમાણે વિચારીને ધીમે ધીમે પ્રયાણ કરે છે તેટલામાં લુંટાયેલા અને વસ્ત્ર વિનાના થયેલા પહેલા પ્રયાણ કરનારા સાર્થના લોકો મળ્યા. તેઓ બોલ્યા કે—તમને ધન્ય છે, તમે પુણ્યવાન છો, તમારું પુણ્ય જાગતું છે, અમને રસ્તે જતાં ચોરની ધાડ મળી. તેણે અમને લુંટી લીધા અને સાવ વસ્ર વિનાના કરી દીધા અને પછી છોડ્યા.'' લલિતાંગે તે બધાને વસ્ત્રાદિક આપ્યા અને સ્વસ્થ કરીને સ્વસ્થાને પહોંચાડ્યા. લલિતાંગ પણ પાછો વળી પોતાના સ્થાને આવ્યો, ત્યાં તેને પહેલા ખરીદેલા કરીયાણા વેચતાં બહુ લાભ મળ્યો. પછી તેણે નિયમ કર્યો કે—‘હવે પછી મારે આ ભવમાં આ પ્રમાણે શકટમાં કરીયાણા લઈને વેચવા જવું નહીં, ઘરે બેઠા જે લાભ મળે તેટલાથી જ સંતોષ માનવો.' તે દિવસથી તેના ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થવા લાગી અનુક્રમે તેને પુત્ર થયો. તેનું નામ લક્ષ્મીચંદ્ર પાડ્યું. તે અનુક્રમે યુવાવસ્થા પામ્યો. તેના વિવાહ મહોત્સવ વખતે અનાયાસે કોઈ સાધુઓ વિચરતાં વિચરતાં ત્યાં આવ્યા અને તેમાંથી કેટલાક સાધુ શેઠને ત્યાં વહોરવા આવ્યા. તે વખતે શેઠ જિનપૂજા કરતા હતા. તેથી શેઠે પૂછ્યું કે—‘ઘરમાં કોણ છે ?' લક્ષ્મીચંદ્રે કહ્યુંકે—‘હે પિતાજી ! હું છું, કાર્ય હોય તે ફરમાવો,’ શેઠ બોલ્યા કે—‘હે વત્સ ! આવેલા મુનિભગવંતને પૂછ કે આપ કેટલા સાધુ ભ. પધાર્યા છો? તેણે મુનિને પૂછ્યું—એટલે મુનિ ભગવંત બોલ્યા– ‘શ્રી ધર્મઘોષ નામના સૂરીંદ્ર પાંચસો મુનિ સાથે પધાર્યા છે અમે તેના શિષ્યો છીએ અને ગોચરી વહોરવા નીકળ્યા છીએ.'' ત્યારે શેઠે
Page #85
--------------------------------------------------------------------------
________________
૬૬
શ્રી ધર્મલ્પદ્રુમ મહાકાવ્ય કહ્યું કે “ભાગ્યયોગે ઉત્સવ પ્રસંગે આપણે ત્યાં મુનિરાજનું આગમન થયું છે.” “માર્ગથી થાકેલા હોય, ગ્લાન હોય, પારણું હોય, લોચ કર્યો હોય ત્યારે અથવા ઉત્તરપારણે મુનિરાજને દાન આપવામાં આવે તો તે બહુ લાભ આપનાર થાય છે. ત્યારબાદ શેઠે લક્ષ્મીચંદ્રને કહ્યું કેમુનિ મહારાજને સોળ મોદક વહોરાવ લક્ષ્મીચંદ્ર તે સાંભળીને વિચાર કર્યો કે-“મારા પિતા આમ કેમ કહે છે ? વળી વિવાહપ્રસંગે ઘણા મોદકો કરેલા છે તો સોળ જ શા માટે આપવા? એમ પરિમિતદાન દેવાથી અપાર લાભની પ્રાપ્તિ કેમ થાય ? માટે મુનિરાજને પુષ્કળ દાન આપું કે જેથી મને લાભ થાય.” આમ વિચારીને ઘણા હર્ષોલ્લાસપૂર્વક તેણે મુનિરાજને ગણ્યા વિના ઘણા મોદક વહોરાવ્યા. છેવટે મુનિ ભગવંતે ના પાડી ત્યારે અટક્યો. પછી મુનિભગવંતના ગયા બાદ શેઠ પૂજા કરીને બહાર આવ્યા અને પુત્રને પૂછ્યું કે-“મારા કહ્યા પ્રમાણે મોદક આપ્યા ? પુત્ર “હા' પાડી. તે વખતે શેઠે તેટલું પરિમિત પુણ્ય બાંધ્યું અને પુત્રે અપરિમિતિ મોદક આપવાથી અપરિમિત પુણ્ય બાંધ્યું.
પુત્રનો વિવાહ થયા પછી તે પુત્રને ઘણા પુત્રો થયાં. પિતા પુત્ર બંનેએ ઘણા વર્ષો સુધી નિરતિચારપણે શ્રાવકધર્મનું પાલન કર્યું. પ્રાંતે તે બંને પોતપોતાનું આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા.
સત્ય, ધર્મ, પરાક્રમ, પ્રાણીદયા, પ્રિયવચન, દેવગુરુ અને અતિથિનું પૂજન-એ સજ્જન પુરુષોને સ્વર્ગગમનના માર્ગો છે.” સત્યથી, તપથી, ક્ષમાથી, દાનથી, અધ્યયનથી, તેમજ સર્વે જીવોના આશ્રયભૂત થવાથી મનુષ્યો સ્વર્ગગામી થાય છે. મન અને ઇન્દ્રિયોના સંયમમાં જેઓ અહર્નિશ રક્ત હોય છે. તથા જેઓ શોક, ભય તથા ક્રોધરહિત હોય છે તેઓ સ્વર્ગગામી છે એમ સમજવું. પોતાની ઉપર આક્રોશ કરનારને તેમજ સ્તુતિ કરનારને જેઓ સમભાવથી જુએ છે તેમજ જેઓ શાંત, દાંત અને જીતાત્મા છે તેઓ સ્વર્ગગામી થાય છે. મન, વચન, કાયાથી જેઓ અન્ય જીવોને પીડા ઉત્પન્ન કરતા નથી અને નિરંતર શુભભાવમાં વર્તે છે તેઓ સ્વર્ગે જ જાય છે.”
જૈનશાસનમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એમ ચાર પ્રકારના દેવો કહ્યા છે. તેમાં વૈમાનિક દેવો બે પ્રકારના છે, જ્યોતિષી પાંચ પ્રકારના, વ્યંતરદેવો આઠ પ્રકારના અને ભુવનપતિ દશ પ્રકારના કહ્યા છે. વૈમાનિકમાં સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મ, લાંતક, શુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ ને અશ્રુત નામના બાર દેવલોક છે. તેની ઉપર સુદર્શન, સુપ્રબુદ્ધ, મનોરમ, સર્વભદ્ર, સુવિશાળ, સુમનસ, સૌમનસ, પ્રીતિક અને આદિમંત નામના નવ રૈવેયક કહ્યા છે. તેની ઉપર વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ નામના પાંચ અનુત્તરવિમાનો કહ્યા છે. તેની ઉપર મુક્તિક્ષેત્ર એટલે કે સિદ્ધશિલા છે તે સ્થાન અનંત સુખનું ભાન છે તેમજ નિશ્ચલ, નિરાબાધ અને જરા-મરણથી રહિત છે.
દેવલોકમાં રાત્રિ દિવસનો કોઈ વિભાગ હોતો નથી, ત્યાં સદા શ્રેષ્ઠ રત્નોના પ્રકાશથી જાજવલ્યમાન વાતાવરણ હોય છે અને તે નેત્રને પણ પરમ સુખદાયક હોય છે. ત્યાં વર્ષાઋતુ, ગ્રીષ્મઋતુ કે શીતઋતુ-એવો ઋતુનો ફેરફાર હોતો નથી. ત્યાં નિરંતર સુખકારી અને સર્વદા
Page #86
--------------------------------------------------------------------------
________________
તૃતીય પલ્લવઃ સૌમ્ય સમય પ્રવર્તે છે. સ્વર્ગલોકમાં ઉત્પાત, ભય, સંતાપ, ચૌરાદિકનો ઉપદ્રવ, ક્ષુદ્ર પ્રાણીઓ અને દુર્જનો સ્વપ્ન પણ હોતા નથી. સ્વર્ગલોકની ભૂમિ ચંદ્રકાંત મણિની શિલાઓથી બાંધેલી, પ્રવાળના દળથી વ્યાપ્ત અને વજ તેમજ ઇન્દ્રનીલ મણિઓથી નિર્માણ કરેલી હોય છે. માણિજ્યાદિની કાંતિથી દિશાઓને વિચિત્ર રંગવાળી બનાવનાર વાવડીઓ, સ્વર્ણમય કમળો અને રત્નમય સોપાનો એટલે કે પગથીયાઓ હોય છે. અનેક દેવોથી પરિવરેલા દેવલોકના ઇન્દ્રો, ધ્વજ, ચામર છત્રાદિ યુક્ત વિમાનમાં બેસીને ઇન્દ્રાણીઓ સહિત જ્યાં ઇચ્છા હોય ત્યાં જાય આવે છે. દેવતાઓ ક્રિીડાપર્વતના નિકુંજોમાં અને પુણ્યની શય્યાવાળા ગૃહોમાં સુંદર દેવાંગનાઓ સાથે આનંદ કરે છે. વળી તે દેવો શૃંગારરસની ભૂમિરૂપ ગીતવાજીંત્રાદિમાં રક્ત, કામદેવની પ્રતિમા જેવા ધીર, સર્વ લક્ષણથી લક્ષિત, હાર, કુંડળ, બાજુબંધ અને મુગટકુંડળાદિ આભૂષણોથી ભૂષિત, મંદાર અને માલતી વગેરેની સુંદર પુષ્પમાળાવાળા, અણિમાદિ સિદ્ધિવાળા અને નિરંતર સુખમાં નિમગ્ન હોય છે. ત્યાં કોઈ દુઃખી કે દીન હોતા નથી. તેમજ વૃદ્ધ, રોગી, ગુણરહિત, વિકલાંગ અને શોભા વિનાના પણ કોઈ હોતા નથી. દેવો દિવ્ય આકૃતિવાળા, સારા સંસ્થાનવાળા, સાત ધાતુ વિનાના શરીરવાળા, કાંતિના પ્રવાહવડે દિશાઓને પૂરનારા, ચંદ્રમાના બિંબ જેવા, શાંત થયેલા દોષવાળા, શુભાશયવાળા, અચિંત્ય મહિમાવાળા, સાંસારિક ક્લેશની પીડારહિત, વધતા ઉત્સાહવાળા, વજ જેવી કાયાવાળા, મોટા બળવાળા, નિત્ય ઉત્સવવાળા, પ્રસન્ન ચિત્તવાળા અને રોગરહિત શરીરવાળા હોવાથી સદા શોભે છે. વળી સુખરૂપી અમૃતના સમુદ્રમાંથી નીકળ્યા હોય તેમ તેઓ એકાએક શયામાંથી ઉત્પન્ન થાય છે અને તરત નવયૌવન જેવા તેઓ દેખાય છે. ઉત્પન્ન થતા દેવને ગીતવાજીંત્રના શબ્દો સહિત શુભ બોલનારા મંગલપાઠકો જાણે સુખે સૂતેલાને જગાડતા હોય તેવા લાગે, દરેક દેવ શય્યામાંથી સ્વયં ઊભો થાય છે અને તે વખતે તેની દેવાંગનાઓ વગેરે એમ કહે છે કે-“હે નાથ ! આજે અમે ધન્ય અને કૃતાર્થ થયા છીએ, આજે અમારું જીવિત સફળ થયું છે. આજે આપે અહીં ઉત્પન્ન થવા વડે સ્વર્ગને પવિત્રિત કર્યું છે. હે દેવ ! તમે ઘણું જીવો, જયવંતા વર્તો. પ્રસન્ન થાઓ હે દેવ! તમારો ઉદ્દભવ પુણ્યકારી થયો છે. હવે તમે આ સ્વર્ગલોકનું સંપૂર્ણ સ્વામીત્વ ભોગવો.”
તે વખતે નવો ઉત્પન્ન થયેલો દેવ કહે છે કે-“મેં અન્યજનોથી ન આચરી શકાય તેવો મહાનું તપ કર્યો છે, જીવિતાર્થી જીવોને મેં અભયદાન આપેલ છે, કામદેવરૂપી વૈરીએ વિસ્તારેલું વિષયરૂપી અરણ્ય બાળી દીધું છે, કષાયરૂપ વૃક્ષો છેદી નાખ્યા છે, રાગરૂપી શત્રુને નિયંત્રિત કરેલ છે, અનેક પ્રાણીઓને દુઃશક્ય જે રાગાદિક અગ્નિની વાળા તે જવાળાઓને મેં સદાચરણરૂપી વારિ વડે સીંચીને બુઝવી દીધી છે.” આ પ્રમાણે કહ્યા પછી તે દેવ દેવસંબંધી ભોગ સુખમાં લીન થાય છે.
ક્યારેક ગીત વડે, ક્યારેક નૃત્યવડે, ક્યારેક મનોહર વચનવડે, ક્યારેક દેવાંગનાઓના ક્રિીડાશૃંગારના દર્શનવડે અને ક્યારેક કયારેક દશાંગભોગથી ઉત્પન્ન થયેલા સુખવડે લોભાયેલા દેવો કલ્પનામાં પણ ન આવી શકે તેવા સુખ વૈભવમાં લીન રહે છે. ઇચ્છા પ્રમાણે પ્રાપ્ત થનારા સર્વ સુખામૃતમાં લીન થયેલા દેવો નિર્વિનગ્નપણે સુખ ભોગવતા ગયેલા કાળને પણ જાણતા નથી.
Page #87
--------------------------------------------------------------------------
________________
૬૮
શ્રી ધર્મલ્પદ્રુમ મહાકાવ્ય આ પ્રમાણેના દેવસુખને ભોગવી ત્યાંથી આવીને પિતાનો જીવ આ નગરમાં શ્રીપતિ શ્રેષ્ઠીનો પુત્ર ધર્મદત્ત થયો. તેણે પૂર્વે મુનિરાજને દાન દેતાં અતિચાર લગાડ્યા હતા તેથી આંતરે આંતરે તેને દુઃખની પ્રાપ્તિ થાય છે અને તેણે સાધુમુનિરાજને શુભભાવ વડે સોળ મોદક વહોરાવવાનું કહ્યું હતું તેથી તેને તેના પુણ્યવડે સોળ કોટી દ્રવ્યની જ પ્રાપ્તિ થઈ છે. પુત્રનો જીવ દેવલોકથી આવીને હે રાજન્ ! તમે અતુલ પુણ્યના ભાજન થયા છો અને તમે મુનિને ગણ્યા વિના મોદક વહોરાવ્યા હતા તેથી તમને અક્ષય ઋદ્ધિ આપનાર સુવર્ણપુરુષની પ્રાપ્તિ થઈ છે.
આ પ્રમાણે મુનિરાજે કહેલો પોતાનો પૂર્વભવ સાંભળીને રાજા વિચારે છે કે “જેના હૃદયમાં નિરંતર ધર્મ વસે છે તેને ત્યાં જ લક્ષ્મી પણ વિલાસ કરે છે, પરંતુ શાશ્વત સુખ તો મોક્ષ સિવાય અન્ય સ્થાને નથી તે મોક્ષસુખની પ્રાપ્તિ ચારિત્ર સિવાય થઈ શકતિ નથી. પ્રાણીને દારિદ્ર
ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી કલ્પવૃક્ષની પ્રાપ્તિ થતી નથી. કલ્પવૃક્ષ મળ્યા પછી દારિદ્ર રહેતું જ નથી, તેમ આ જીવને ભવનો ભય પણ ત્યાં સુધી જ હોય છે કે જયાં સુધી તેણે વ્રત ગ્રહણ કરેલ નથી. ઉત્તમમહાવ્રતો ભવસમુદ્ર તરવા માટે પ્રવહણ સમાન છે, તેમજ સંસારસાગરના કિનારા જેવા છે, ભવસમુદ્રનો પાર પામવા સેતુ સમાન છે અને સિદ્ધિરૂપ મહેલમાં ચડવા માટે પગથિયા (સોપાન) જેવા છે.” એ પ્રમાણે વિચારીને રાજાએ ગુરુમહારાજને કહ્યું કે “હે મહારાજ ! હું ધર્મદત્ત સાથે વ્રત ગ્રહણ કરવા ઇચ્છું છું, પરંતુ હું રાજ્યની બધી વ્યવસ્થા કરીને આવું ત્યાં સુધી મારી ઉપર કૃપા કરીને આપ અહીં જ રહેશો.” ગુરુ ભગવંત બોલ્યા કે-“હે રાજન્ ! હું અહીં રોકાઈશ, પણ તમે પ્રમાદ કરશો નહિ.”
ત્યારબાદ રાજા ધર્મદત્ત સાથે રાજ્યમાં આવ્યો અને મંત્રીઓને એકત્રિત કરીને તેણે કહ્યું કે– કહો હું રાજ્ય કોને આપું ?” મંત્રીઓ બોલ્યા કે– હે મહારાજ ભાગ્ય વક્ર હોવાથી તમને પુત્રની પ્રાપ્તિ થઈ નથી. કહ્યું છે કે વિધાતાએ ચંદ્રમાં કલંક, કમળની નાળમાં કાંટા, સમુદ્રના પાણીમાં ખારાશ, પંડિતોમાં નિર્ધનતા, પ્રીતિવાળા સંબંધીઓનો વિયોગ, રૂપમાં દૌર્ભાગ્ય અને ધનવામાં કૃપણપણું આપીને સઘળા રત્નોને દૂષિત કર્યા છે. તમે એક વર્ષ પર્યન્ત પુત્રપ્રાપ્તિ માટે પ્રયત્ન કર્યો પણ પુત્ર થયો નહીં કારણ કે કર્મ બળવાનું છે. હે નરાધિપ ! રાજ્ય જેવા તેવાને આપવું યોગ્ય નથી, માટે હાલ તો આપ જ રાજ્ય કરો.”
મંત્રીઓ આ પ્રમાણે કહીને ગયા પછી સંધ્યાકાળ થતાં રાજા શાસનદેવીનું ધ્યાન ધરીને સમાધિપૂર્વક સુતો. રાત્રિના ચોથા પ્રહરે રાજાને સ્વપ્ન આવ્યું, તેમાં કોઈ અત્યંત રૂપવાનું દિવ્ય આભરણથી ભૂષિત સ્ત્રી રાજાને કહેવા લાગી કે-“હે રાજન્ ! તું શા માટે ચિંતાતુર રહે છે, મેં તારું રાજ્ય વિરધવલને આપેલું છે. તે અહીં આવશે એ તારા કંઠમાં સંયમલક્ષ્મીની વરમાળા આરોપણ કરશે.” આ પ્રમાણે કહીને તે સ્ત્રી ગઈ, ત્યારે રાજા જાગીને વિચારવા લાગ્યો કે
મને સ્વપ્નનમાં કહેલ વરધવલ કોણ ? તે ક્યાં છે? કોનો પુત્ર છે? આ વાત કેવી રીતે જાણી શકાય? ગુરુમહારાજ પાસે જઈને પૂછવાથી તેની ખબર પડશે. તેમના વિના બીજા કોઈ નહીં કહી શકે.”
આ પ્રમાણે વિચારીને રાજા પ્રાતઃકાળે ગુરુમહારાજ પાસે આવ્યા અને વંદન કરીને પૂછયું
Page #88
--------------------------------------------------------------------------
________________
૬૯.
તૃતીય પલ્લવઃ કે–“હે મહારાજ ! તે વિરધવલ કોણ છે કે જેને દેવીએ મારી રાજ્યધુરાને ધારણ કરવા યોગ્ય કહ્યો છે ? ગુરુમહારાજે કહ્યું કે-“હે રાજન્ તમે સંયમ લેવા માટે તૈયાર થાઓ. તમારા દિક્ષાના અવસરે તે અકસ્માત અહીં પહોંચશે અને જેમ સૂર્ય પૂર્વદિશાને શોભાવે તેમ તે આવીને તમારો દીક્ષામહોત્સવ સુશોભિત બનાવશે.”
આ પ્રમાણે સાંભળીને રાજા રાજમહેલમાં આવ્યો અને દીક્ષાને લગતી તૈયારી કરવા લાગ્યો. તેણે પોતાના રાજભંડારમાંથી સાતક્ષેત્રમાં દ્રવ્ય વાપર્યું અને દીન, અનાથ તથા દરિદ્રીઓને પુષ્કળ દ્રવ્ય આપ્યું તેમજ અપાવ્યું. કહ્યું છે કે-દાનવીર પુરુષો દાન આપતી વખતે પાત્રાપાત્રની વિચારણા કરતા નથી. કમળ રાજહંસને તેમજ ભ્રમરને સરખો જ રસ આપે છે.' એક સજ્જન પોતાના મિત્રને કહે છે કે–“જો આ ધન તમને બહુ જ પ્રિય હોય અને તમે તેને તજવા ન જ ઇચ્છતા હો તો હું તમને મિત્રપણાથી યોગ્ય માર્ગ બતાવું તેમ શીઘ કરો. તમે તે દ્રવ્ય ભક્તિ અને સત્કારપૂર્વક ગુણવંત પુત્રને બોલાવીને આપવા લાગી કે જેથી સારી રીતે રક્ષણ કરાયેલું તે દ્રવ્ય તમને આગામી ભવમાં જ્યાં ઇચ્છશો ત્યાં સારી રીતે મળી શકશે.”
જેમ અષાઢ માસમાં મેઘ પુષ્કળ જળ આપે તેમ રાજા જિનપ્રાસાદ અને જિનપ્રતિમાના રક્ષણમાં, દાનશાળાઓમાં અને અમારી પાળવામાં પુષ્કળ ધન આપવા લાગ્યો. ધર્મદત્ત પણ ધનવતીથી થયેલા ધર્મસિંહ નામના પુત્રની ઉપર ગૃહભારનું આરોપણ કરીને રાજાની સાથે પ્રિયાસહિત ચારિત્ર લેવા તૈયાર થયો. ત્યારબાદ સારે દિવસે મહોત્સવ સહિત મોટા સમુદાય યુક્ત રાજા ગુરુમહારાજ પાસે આવ્યા. ધર્મદત્ત પણ સાથે આવ્યો.
રાજાએ ગુરુમહારાજ પાસે ચારિત્રની યાચના કરી ત્યારે લોકો બોલવા લાગ્યા કે–“રાજા ચારિત્ર લેવા તૈયાર થયા છે પણ આ રાજ્ય કોને સોપે છે? રાજ્યનો રક્ષક તો કોઈ હજુ સુધી આવેલ જણાતો નથી.” આ પ્રમાણે લોકો વાતો કરતા હતા તેટલામાં પૂર્વ દિશા તરફથી દિવ્યવાજીંત્રોનો નાદ સંભળાયો. લોકો તે તરફ જોવા લાગ્યા, તેટલામાં તો શ્વેત હાથી ઉપર બેઠેલો, પ્રૌઢ છત્રવડે શોભતો, બંને બાજુ ઉજ્જવળ ચામરથી વિંઝાતો, દેવદુંદુભિ વગેરે વાજીંત્રો તથા ગીત નૃત્ય સહિત, દિવ્ય રૂપને ધારણ કરનારો અને દેવોથી સેવાતો એક મનુષ્ય ત્યાં આવ્યો અને તે હાથી ઉપરથી નીચે ઉતરીને ગુરુમહારાજને ત્રણ પ્રદક્ષિણા દઈને વિધિપૂર્વક વંદના કરી ગુરુભગવંત પાસે બેઠો, ત્યારે ગુરુમહારાજે ચંદ્રાવલ રાજાને કહ્યું કે–મેં કહ્યું હતું તે આ વિરધવલ આવેલ છે. તે સાંભળી રાજાએ પૂછ્યું કે– સ્વામી ! એ કોણ છે? અને ક્યાંથી આવેલ છે? ગુરુમહારાજે કહ્યું કે-“હું એનું વૃત્તાંત કહું તે સાંભળો :
વિરધવલનું ચરિત્ર, સિંધુદેશમાં વીરપુર નામનું નગર છે, ત્યાં સિંહશિખ નામનો રાજા રાજ્ય કરે છે. તે રાજાને પ્રેમરસયુક્ત પદ્મિની જેવી પ્રેમવતી નામની રાણી છે. તેમનો આ વિરધવલ નામનો પુત્ર છે. તે વિરધવલ બાલ્યાવસ્થામાં કુસંગતિના કારણથી શિકારાસક્ત થયો. એક દિવસ તેણે એક સગર્ભા હરણીને બાવડે હણી તેનો ગર્ભ છૂટો પડી ગયો અને તરફડવા લાગ્યો. તે બાળકની ' આવી સ્થિતિ જોઈને તેને દયા ઉત્પન્ન થઈ. તેથી તે વિચારવા લાગ્યો કે-“આવા બાળહત્યારૂપ
Page #89
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય નિંદનીય કાર્ય કરનાર એવા મને ધિક્કાર છે! કહ્યું છે કે આવું પુરુષાતન પાતાળમાં જાઓ અને આ ખરેખરી કુનીતિ છે કે જેમાં નિર્દોષ અને અશરણ એવા દુર્બળ જીવો બળવાનથી હણાય છે અહો! આ જગતુ તો ખરેખર રાજા વિનાનું થયેલું છે. આ પ્રમાણે પોતાની નિંદા કરતા તેણે હંમેશાને માટે હિંસાત્યાગનો નિયમ કર્યો અને શિકારનો ત્યાગ કરી દયાવાન્ થઈને ઘરે આવ્યો. I એક વખત નગરલોકોએ આવીને સિંહશિખ રાજાને વિનંતી કરી કે– હે રાજનું ! આપણું નગર આખું ચોરોથી લુંટાય છે, માટે તેનાથી અમારું રક્ષણ કરો.' તે સાંભળીને રાજાએ કોટવાળને પૂછ્યું કે-“શું તમે આપણા નગરનું રક્ષણ કરતાં નથી ?' કોટવાળે કહ્યું કે હે સ્વામિન્ ! તે ચોર પકડી શકાતો નથી.” તેથી રાજાએ પ્રજાજનને કહ્યું કે–“આજે હું તે ચોરને પકડીશ.” પ્રજાજનો આવો ઉત્તર મળવાથી આનંદિત થઈને સ્વસ્થાને ગયા. રાજાએ સાંજે બધે ચોકીદારો મૂકી દીધા અને રાજાના આદેશથી વિરધવલકુમાર લશ્કર સાથે શહેરમાં ફરવા લાગ્યો. કેટલાક સુભટો ગુપ્ત રીતે બધે સ્થળે ફરવા લાગ્યા. એમ કેટલીક રાત્રી જતાં કોઈ સુભટોએ ચોરને પકડ્યો અને તેને દઢ બંધનવડે બાંધીને વિરધવલ પાસે લઈ આવ્યા. “વધ તથા બંધન તો ચૌર્યરૂપી પાપવૃક્ષનું ઈહલૌકિક ફળ છે, પરલોકમાં તો તે દ્વારા નરકાદિ દુર્ગતિની પ્રાપ્તિ થાય છે.” કુમારે તે ચોરને જોઈને વિચાર્યું કે-આને જો રાજા પાસે રજૂ કરવામાં આવશે તો તે જરૂર એને મારી નાંખશે અને હું હિંસામાં નિમિત્ત બનીશ. તેથી મને પંચેન્દ્રિયજીવના વધનું પાપ લાગશે.' આમ વિચારીને કુમારે તે ચોરને કહ્યું કે- હું તને અત્યારે છોડી મૂકું પણ આજ પછી તારે કયારેય પણ ચોરી ન કરવી એમ કબૂલ કર.” ચોરે તે પ્રમાણે કબૂલ કર્યું તેથી કુમારે તેને છોડી મૂક્યો. ચોર પણ ત્યાંથી દૂર જતો રહ્યો. કુમારે આ વાત રાજાને કરવી નહીં.” એ પ્રમાણે બધા સુભટોને કહ્યું. પ્રભાતે રાજાએ સુભટોને પૂછ્યું કે–કેમ કાલે ચોર ન મળ્યો?” ત્યારે સુભટોએ કહ્યું કે– “હા સાહેબ ! ન મળ્યો !” આવો ઉત્તર સાંભળીને રાજા હતાશ થઈ ગયો. પછી તે દિવસે રાત્રે રાજા પોતે પ્રચ્છન્ન રીતે નગરમાં ફરવા નીકળ્યો. તેમાં કોઈકે કુમારે ચોરને છોડી દીધાની વાત કરી દીધી. રાજાએ સવારે કુમારને રાજસભામાં બોલાવી તેના પર કોપાયમાન થઈને દેશનિકાલ કર્યો.
વિરધવલ ત્યાંથી નીકળી ફરતો ફરતો ભદિલપુર આવ્યો. સુધાથી પીડિત થયેલો તે દીનની જેમ નગરમાં ભિક્ષા માટે ફરવા લાગ્યો. “પાપના ઉદયથી ભાગ્ય અવળું થાય ત્યારે મનુષ્યને શું શું કરવું પડતું નથી લક્ષ્મી અવિચ્છિન્નપણે જેના ચરણકમળની પર્યાપાસના કરતી હોય છે, તે પુરુષ પણ પાપનો ઉદય થવાથી માત્ર કંબલધારી થઈ જાય છે. તેથી નિશ્ચય થાય છે કે વિધિ સર્વ કરતાં બળવાનું છે. ભિક્ષાર્થે ભમતાં વિરધવલને પર્વનો દિવસ હોવાથી કોઈને ત્યાંથી સાથવો મળ્યો. તે લઈને વિરધવલ નગરની બહાર સરોવર પાસે આવ્યો અને સરોવરમાંથી પાણી લઈ ગોળ અને સાથવાને તેમાં પલાળીને તે વિચારવા લાગ્યો કે અત્યારે જો કોઈ પાત્ર મળી જાય તો તેને આમાંથી આપીને પછી હું ખાઉં.” આ પ્રમાણે વિચારતાં તેના ભાગ્યોદયથી કોઈ માસોપવાસી મુનિ ત્યાં પધાર્યા. તેમને જોઈને તે વિચારવા લાગ્યો કે –“અહો ! અત્યારે મને સુકૃત વૃક્ષ ફળ્યું. આ સંસારસમુદ્રમાં પણ પ્રવાહણ મળી ગયું. ચિંતામણિરત્ન હસ્તગત થયું કે જેથી આવા તપસ્વી મુનિરાજનો યોગ પ્રાપ્ત થયો.” આ પ્રમાણે વિચારીને તેણે બહુમાનપૂર્વક અચિત્ત સાથવાનો પિંડ
Page #90
--------------------------------------------------------------------------
________________
તૃતીય પલ્લવઃ
૭૧
મુનિને વહોરાવ્યો. મુનિ ત્યાંથી અન્યત્ર ગયા બાદ વિરધવલે બાકીના સાથવાથી પોતાની ક્ષુધા શાંત કરી. પછી પોતાના આત્માને ધન્ય માનતો તે કંઈક સવિચાર કરે છે તેટલામાં જેણે તમને સ્વપ્ન આપ્યું હતું તે શાસનદેવી ત્યાં આવી અને પ્રગટ થઈને બોલી કે– વિરધવલ તું ધન્ય છે, ભાગ્યવાનું! છે, મેં તને ચંદ્રધવલનું રાજ્ય આપ્યું છે. આ પ્રમાણે કહીને તે દેવી તેને અહીં લઈ આવી. તેથી હવે તેને રાજય આપીને તમે ચારિત્ર ગ્રહણ કરો.”
આ પ્રમાણેની વિરધવલની હકીકત સાંભળીને ચંદ્રધવલ રાજાએ તેને રાજય આપ્યું. વિરધવલે આડંબરપૂર્વક ચંદ્રધવલ રાજાનો દીક્ષા મહોત્સવ કર્યો. ચંદ્રધવલે તથા સ્ત્રી સહિત ધર્મદત્ત ગુરુમહારાજ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. ગુરુમહારાજે તેમને યોગ્ય હિતશિક્ષા આપી. પછી પુણ્યથી રાજ્ય પામેલા વરધવલને ધર્મશિક્ષા આપતાં કહ્યું કે “હે વિરધવલ ! આ બધો ધર્મનો જ પ્રભાવ છે. ધર્મ જેના પિતા છે. ક્ષમા જેની માતા છે, મનઃસંયમ જેનો ભ્રાતા છે, સત્ય જેનો પુત્ર છે, દયા જેની બહેન છે, નીરાગતા જેની સ્ત્રી છે, ભૂમિતળ જેની શવ્યા છે, જેને દિશારૂપી વસ્ત્રો છે અને જ્ઞાનામૃતનું ભોજન છે. આવું પાપરહિત જેનું કુટુંબ છે. તેને કોઈ કષ્ટ છે જ નહીં. વળી ધર્મથી રાજ્ય પામી શકાય છે. ધર્મથી સુખ પામી શકાય છે અને ધર્મથી સર્વસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેથી તે ભવ્યપ્રાણીઓ ! તમે ધર્મને આચરો.”
હવે, ગુરભગવંતની દેશના સાંભળીને તથા વ્રત અંગીકાર કરનાર ધનવતીને જોઈને પેલી મર્કટી (વાંદરી) પણ જાતિસ્મરણ પામી અને ગુરુભગવંતના વચનથી બોધ પામી. તે બાકીના આયુષ્યમાં ધર્મનું આરાધન કરીને સૌધર્મ દેવલોકમાં દેવી થઈ અને ગુરુભગવંત વગેરેનું સાંનિધ્ય કરનારી થઈ.
- નૂતન શિષ્યોની સાથે ગુરુભગવંતે ત્યાંથી વિહાર કર્યો. ચંદ્રધવલ રાજર્ષિ અનુક્રમે સર્વસિદ્ધાંતના પારગામી થયા. અનુક્રમે તેઓ સૂરિપદ પામ્યા અને ઘાતકર્મ ખપાવીને કેવળી થયા. પછી ધર્મદત્તમુનિની સાથે વિચરતા અનેક ભવ્યજીવોને પ્રતિબોધ આપવા લાગ્યા. . આ બાજુ વિરધવલે નગરમાં પ્રવેશ કર્યો. સચિવ વગેરેએ શુભમુહૂર્તે તેનો રાજ્યાભિષેક કર્યો. સર્વ હકીકતની જાણ થતા વિરધવલના પિતાએ પણ પોતાનું રાજય તેને આપ્યું. તેથી વિરધવલ બંને રાજયનો અધિપતિ થયો. ચંદ્રધવલકેવળી વિહાર કરતાં કરતાં એક વખત ચંદ્રપુરી નગરીમાં પધાર્યા. સમાચાર મળતાં વરધવલ રાજા મહોત્સવ પૂર્વક વંદન કરવા આવ્યો. ગુરુમહારાજને વિધિપૂર્વક વંદન કરીને તે દેશના શ્રવણ કરવા બેઠો. ગુરુભગવંતે પણ પાપનો નાશ કરનારી ધર્મદેશના આપતા કહ્યું કે
' હે ભવ્યો ! દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારી રાખે-દુર્ગતિમાં પડવા ન દે તેને ધર્મ કહેવાય. ચતુર્ગતિરૂપ સંસારના વિસ્તારને હરનાર તે ધર્મ દાન વગેરે ચાર પ્રકારનો છે. તેમાં પ્રથમ દાનધર્મ કે–આ લોકમાં જે જે ઈષ્ટ વસ્તુઓ છે તે ભાવપૂર્વક ગુરુભગવંતને વહોરાવવી. એ પ્રકારે કરેલ થોડું પણ ધર્મ નાશ પામતું નથી. તેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય જ છે. આ પ્રસંગ ઉપર હું એક કથા કહું છું તે હે રાજન્ ! તમે સાંભળો -
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય
ગૌરી-ગાંધારીની કથા
* ‘કાંપિલ્યપુર નગરમાં બ્રહ્મદત્ત નામે ચક્રી રાજ્ય કરતો હતો. તે નગરમાં વિપ્રધર્મમાં તત્પર એવો દેવશર્મા નામનો એક વિપ્ર વસતો હતો. તેને દેવદત્તા નામે સ્ત્રી હતી. અનુક્રમે તેને સદાચારી એવા ચાર પુત્રો થયા, ત્યારબાદ સર્વ ગુણવાળી બે પુત્રીઓ થઈ, તેના ગૌરી અને ગાંધારી એવા નામ પાડ્યા. માતાપિતાથી પરિપાલન કરાતી તે બંને વૃદ્ધિ પામી. પાણિગ્રહણ યોગ્ય થયેલી તે કન્યાને જોઈને તેના પિતાએ વિચાર્યું કે—‘કોઈ ઉત્તમ વિપ્ર મળે તો તેને આ પુત્રી આપું.' એક વખત કોઈ નૈમિત્તિક પરદેશથી ફરતો ફરતો ત્યાં આવ્યો. દેવશર્માવિત્રે તે નૈમિતિકને પોતાની બન્ને પુત્રીની જન્મપત્રિકા બતાવી. તેણે જન્મપત્રિકા જોઈ માથું ધુણાવીને કહ્યું કે‘હે બંધુ ! આ તમારી બન્ને પુત્રી ભિલ્લની વલ્લભા થશે.' તે સાંભળીને દેવશર્મા શોક કરવા લાગ્યો કે—‘અરે ! કુલિનબ્રાહ્મણને ત્યાં જન્મીને પણ શું મારી પુત્રીઓ ભિલ્લની સ્ત્રી થશે? ઘણો પ્રયાસ ક૨વા છતાં પણ તે પુત્રીને કોઈ યોગ્ય પતિની પ્રાપ્તિ ન થઈ. કહ્યું છે–. પાતાળમાં પ્રવેશ કરો, સુરેંદ્રલોકમાં જઈને રહો, ક્ષિતિધરના અધિપતિ મેરુના શિખર ઉપર આરોહણ કરો, મંત્ર ઔષધ અને શસ્ત્રાદિવડે રક્ષણ કરો, પરંતુ જે ભાવિ બનવાનું હોય છે તે બને જ છે. કોઈપણ વિચારથી તે અન્યથા થતું નથી.”
૭૨
એક વખત તેના પિતાએ તેના મામાની સાથે તે બન્ને પુત્રીને મોસાળ મોકલી. સારો દિવસ જોઈને પ્રયાણ કરવા છતાં માર્ગમાં ભિલ્લોની ધાડ મળી. તેમણે આ બન્ને પુત્રીઓને પકડીને પલ્લીપતિને અર્પણ કરી. તે બન્ને તેની પ્રિયાઓ થઈ, પણ તેમણે વિપ્રનો ધર્મ છોડ્યો નહીં. એક વખત ફળાહારનો દિવસ આવવાથી તે બન્ને સરોવરે જઈ સ્નાન કરી તેને કિનારે બેઠી. તેમાંથી એક વિપ્રપુત્રીએ આંબાના ફળ નિર્બીજ કરીને તૈયાર કર્યા, બીજીએ કેળના ફળ છાલ કાઢીને તૈયાર કર્યા અને પોતે ખાવા તૈયાર થઈ. તે વખતે તે બન્ને વિચારવા લાગી કે ‘આપણો સંપૂર્ણ જન્મ નિરર્થક ગયો. કારણકે બ્રાહ્મણના કુળમાં જન્મ્યા છતાં ભિલ્લની સ્ત્રીઓ થઈ. હવે અત્યારે જો કોઈ ઉત્તમ ભિક્ષુ અહીં પધારે અને આ ફળાહાર ગ્રહણ કરીને આપણા પર અનુગ્રહ કરે તો આપણે કાંઈક ભાગ્યશાળી થઈએ.' આ પ્રમાણે વિચારતાં તેમનાં ભાગ્યોદયથી અકસ્માત્ ત્યાં માસોપવાસી ધર્મરાજા નામના મુનિમહારાજા પધાર્યા. તેથી તે બન્નેએ બહુ જ પ્રસન્નચિત્તે તૈયાર કરેલ અચિત્તફળો મુનિભગવંતને વહોરાવ્યા. મુનિઓ પણ તેનું કુળાદિક પૂછી તે ગ્રહણ કર્યા. મુનિભગવંત ગયા પછી તે બન્ને ફળાહાર કરીને ઘરે આવી ઘણા કાળ સુધી પોતે કરેલા મુનિદાનની અનુમોદના કરી.
અનુક્રમે સમાધિવડે ત્યાંથી મરણ પામીને તે બન્ને પ્રતિષ્ઠાનપુરમાં પદ્મ નામના રાજાની પદ્માવતી રાણીની કુક્ષિમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તેના જન્મ સમયે રાજાએ મહોત્સવ કર્યો અને તે બન્નેના કમલાવતી અને લીલાવતી એ પ્રમાણે નામ પાડ્યા. વય વધતાં તે બન્નેએ અનેક પ્રકારની કળાઓનો સારી રીતે અભ્યાસ કર્યો. અનુક્રમે યૌવનવય પામતાં તે બન્ને અનેક મનુષ્યના મનને હરનારી થઈ. તે બન્નેનું ઉજ્જવળ ભાગ્ય અને અદ્ભુત રૂપાદિક જોઈને તેમજ બીજા અનેક ગુણોને નિહાળીને રાજાએ પોતાની કન્યાનું સ્વયંવર રચ્યો. તેમાં અનેક રાજકુમારો
Page #92
--------------------------------------------------------------------------
________________
૭૩
તૃતીયઃ પલ્લવઃ આવ્યા. પરિણામે તે બન્ને પાપુરના રાજા સિંહનરેશ્વરને વરી. બીજા રાજાઓ પોતપોતાને સ્થાને ગયાં. પઘરાજાએ આડંબરપૂર્વક પુત્રીનો લગ્નોત્સવ કર્યો. પછી તે બન્નેને લઈને સિંહરાજા પોતાના નગરમાં આવ્યો.
એક વખત પોતાના મહેલના ગવાક્ષમાં બેઠેલી તે બન્નેએ એક કેવળજ્ઞાની મુનિરાજને જોયા. ઉહાપોહ કરતા તે બન્નેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે દ્વારા તેમણે પોતાનો પૂર્વભવ જોયો. તેમણે જાણ્યું કે અમે જે મુનિરાજને ફળનું દાન આપ્યું હતું તે જ આ મુનીશ્વર છે અને અમારા ભાગ્યયોગથી અહીં પધાર્યા છે, તેમજ અમારી દષ્ટિએ પડ્યા છે. આ પ્રમાણે વિચારીને તે બન્ને રથ પર આરૂઢ થઈને સપરિવાર તે મુનિને વંદન કરવા માટે વનમાં ગઈ અને તે મુનિરાજને વંદના કરી મુનિરાજે દાનનો મહિમા વર્ણવતાં કહ્યું કે સુપાત્રમાં વૃત, ઈક્ષરસ, મોદક અને બીજાં અચિત્ત કરેલાં ફળો વગેરે વહોરાવવાથી પ્રાણી યાવતું તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. ત્યારબાદ તે બન્નેએ કેવળી ભગવંતને પૂછ્યું કે-“હે સ્વામી! પૂર્વભવે અમે બ્રાહ્મણને ત્યાં જન્મ્યા છતાં ક્યા કર્મના ઉદયથી ભિલ્લની સ્ત્રી થઈ? પૂર્વે અમે એવું શું દુષ્કૃત કર્યું હતું? ત્યારે કેવળી ભગવંત બોલ્યા કે :
ગૌરી-ગાંધારીનો પૂર્વભવ પૂર્વે વિશાળા નામે એક શ્રેષ્ઠ નગરી હતી, તેમાં બીજો ધનદ હોય તેવો દત્ત નામનો ધનવાન શ્રેષ્ઠી રહેતો હતો. તેને પ્રશસ્ત ગુણવાળી લક્ષ્મીવતી નામની પ્રિયા હતી. તેની કુક્ષિથી ' હેમમાળા અને રત્નમાળા નામની બે પુત્રીઓ થઈ. વિવાહને અવસરે તે બન્ને કેટલીક સખીઓના પરિવારથી પરિવરીને કામદેવ નામના યક્ષનું પૂજન કરવા માટે વનમાં ગઈ. તે યક્ષના ભુવનમાં એક મુનિ કાયોત્સર્ગમાં સ્થિત થયેલા હતા. તેને જોઈને સખીઓ બોલી કે– હે સખી ! જો આ સાક્ષાત મૂર્તિમાનું પુણ્યની પ્રતિમા જેવા અદ્ભુત મુનિરાજ અહીં કાયોત્સર્ગ ધ્યાને રહેલા છે.” તેમને જોઈને પોતાના સારા શૃંગારાદિકના મદથી તે બન્ને બોલી કે–“અહો ! આની મુલીનતા કેવી છે ? મૂર્તિમાનું ભિલ્લ હોય એવા દેખાય છે. આ પ્રમાણે પરસ્પર વાર્તાલાપ કરી યક્ષને પૂજીને તે બન્ને ઘરે આવી. ત્યાંથી મરણ પામીને કોઈક દાનાદિ ધર્મના ફળથી તે બન્ને વિપ્રની પુત્રીઓ થઈ. તે ભવમાં મુનિરાજની નિંદાના પ્રભાવથી તમે બન્ને ભિલ્લની પત્નીઓ થઈ અને આ ભવમાં મુનિદાનના પ્રભાવથી રાજપત્નીઓ થઈ.”
આ પ્રમાણે પોતાનો પૂર્વભવ તેમજ ધર્મદેશના સાંભળીને ધર્મ અંગીકાર કરી તે બન્ને 'પોતાને સ્થાનકે આવી અને રાજાની સાથે પ્રીતિપૂર્વક સુખભોગ ભોગવવા લાગી.
તે બન્નેએ ઉત્તમ જિનબિંબોથી વિભૂષિત બે જિનપ્રાસાદ કરાવ્યા. તે પ્રાસાદમાં પ્રભુની સમીપે સુવર્ણમય આમ્ર અને કેળના વૃક્ષો બનાવ્યા. તે વૃક્ષો જોઈને બન્ને વિચારતી કે–“આ બને વૃક્ષના ફળના દાનવડે અમે આવી અદ્ભત રાજયઋદ્ધિ પામ્યા છીએ.” આમ વિચારતી તે હર્ષ પામતી. અંતે તે બને તે જ જિનપ્રસાદમાં અનશન ગ્રહણ કરી જિનભક્તિની પ્રાપ્તિ થવાનું નિયાણું કરી મરણ પામી સોળ વિદ્યાદેવીઓ પૈકી આઠમી અને નવમી ગૌરી અને ગાંધારી નામની દેવીઓ થઈ. દાનપુણ્યના પ્રભાવથી જિનશાસનની સાંનિધ્ય કરનારી, વાંચ્છિત
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૪
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય આપનારી અને મહાવીર્યવાળી થઈ. પર્વતોમાં જેમ મેરુ અને દેવોમાં જેમ ઇન્દ્ર તેમ સર્વ ધર્મોમાં દાનધર્મ ઉત્તમ છે.”
આ પ્રમાણે ધર્મોપદેશ સાંભળીને વિરધવલરાજા સ્વસ્થાને ગયો, પછી નવા રાજય ઉપર પોતાના પુત્રને સ્થાપન કરીને ચિરકાળ પર્યન્ત પોતે પિતાના રાજ્યનું પરિપાલન કર્યું.
ચંદ્રધવલ રાજર્ષિ ઘણા વર્ષો પર્યત કેવળીપર્યાય પાળી પૃથ્વી પર વિચરીને પ્રાંતે ધર્મદત્તસહિત મોક્ષસુખને પામ્યા.
હે ભવ્યજીવો ! ધર્મરૂપી કલ્પવૃક્ષની આ દાન-ધર્મરૂપ એક શાખા કહી છે. સુપાત્ર દાનના યોગથી અનેક જીવો મોક્ષે ગયા છે, જાય છે અને જશે. પૂર્વે પોતાના પૂર્વભવમાં એટલે કે ધનસાર્થવાહના ભવમાં મુનિદાન આપનાર શ્રી ઋષભદેવ, સાક્ષાત્ વિચરતા શ્રી ઋષભદેવ પરમાત્માને દાન આપનાર શ્રેયાંસકુમાર, મૂળદેવ વગેરે તેમજ ચક્રવર્તી વગેરે, સુભગુણવાળા કવન્ના શેઠ, ધન્નાજી અને પુણ્યવાનું શાલિભદ્ર આ સર્વે ઉત્તમ જીવાત્માઓ દાન આપવા વડે જગતમાં અતિ ઉત્તમ થાય છે. મોક્ષપ્રાપ્તિ માટે જીવે પોતાનું ધન સુપાત્રમાં આપવું જોઈએ. તથા જિનપ્રતિમા, જિનબિંબ, જિનાલય, જિનાગમ તથા ચાર પ્રકારનો સંઘ–આ સાત ક્ષેત્રમાં વાપરવું જોઈએ. દીનજનોનો ઉદ્ધાર કરવો, પુણ્યની શાળારૂપ સાધારણ ખાતામાં વ્યય કરવો. તથા અનુકંપાયુક્ત હૃદયથી પ્રાણીઓને અભયદાન આપવું ઇત્યાદિ કાર્યમાં ગૃહસ્થોએ યથાશક્તિ દ્રવ્યનો વ્યય કરવો જોઈએ. દાનધર્મથી વિશાળ લક્ષ્મી, શ્રેષ્ઠ અને અતુલે સુખ, નિર્મળ કીર્તિ, : ઉચ્ચ પ્રકારનું ઔદાર્ય, ધૈર્ય, દીર્ધાયુ, નિરોગી અને રૂપલાવણ્યયુક્ત શરીર, સૌભાગ્ય, ઉગ્રવીર્ય, ત્રિભુવનપ્રભુતા (તીર્થકરત્વ), ઇન્દ્રપણું, ચક્રવર્તીપણું, વિજ્ઞાન, ઉચ્ચ જાતિ, શ્રેષ્ઠકુળ અને ધર્મકાર્યની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સુપાત્રમાં આપેલું દાન પુણ્યબંધનું કારણ બને છે, બીજાઓને આપેલું દાન ઉચ્ચ પ્રકારની દવા સૂચવે છે, સેવકને આપેલું દાન ભક્તિ કરાવે છે, નરપતિને આપેલું દાન જીવને સન્માન અપાવે છે, મિત્રને આપેલું દાન પ્રીતિ ઉત્પન્ન કરાવે છે, શત્રુને આપેલું દાન વૈરને દૂર કરાવે છે, ભાટચારણાદિને આપેલું દાન યશવાદ કરાવે છે, કોઈપણ સ્થાને આપેલું દાન-વાપરેલું દ્રવ્ય નિષ્ફળ તો નથી જ જતું. ગૃહસ્થો સર્વથા શીલ પાળી શકતા નથી, તીવ્ર તપ તપી શકતા નથી, નિરંતર આર્તધ્યાનમાં નિમગ્ન રહેતા હોવાથી તેનામાં શુભભાવની તો કલ્પના જ ક્યાંથી હોય? તેથી મેં બહુ નિપુણતાથી વિચાર કરીને નિર્ણય કર્યો છે કે “ગૃહસ્થોને આ સંસારસમુદ્ર તરવા માટે દાનધર્મ સિવાય બીજું કોઈ પણ દેઢ આલંબન નથી.” મહાનંદપદને આપનાર, સુખલક્ષ્મીને વિસ્તારનાર અને અનેક ભવ્યજીવોએ સેવેલ આ દાનધર્મ રૂપ શાખા હે ભવ્ય જીવો ! તમારા કલ્યાણને માટે થાઓ.
ઇતિ શ્રી વીરપરમાત્માની દેશનામાં ધર્મકલ્પદ્રુમની ચાર શાખાઓ પૈકી દાનશાખા ઉપર ધર્મદત્તની કથા સહિત ચંદ્રયશા રાજાની કથા
અને ત્રીજો પલ્લવ સમાપ્ત.
Page #94
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ પલ્લવ
બ્રહ્મા અલ્પાયુ છે, શિવ વિષયેલુબ્ધ છે, કૃષ્ણ ગર્ભવાસી છે. ચંદ્ર ક્ષીણ થનારો છે, સૂર્ય પ્રતાપી છતાં પરિભ્રમણશીલ છે, શેષનાગ અભિમાની છે, કામદેવ કાયા વિનાનો છે, પવન ચપળ છે, વિશ્વકર્મા દરિદ્રી છે, શક્રાદિ અનેક પ્રકારના દુઃખવાળા છે. તેથી સર્વદુઃખમુક્ત સુભગ અને અનંતા સુખના નિધાન એવા શ્રી જિનેન્દ્રો તમને પવિત્ર કરો. મણિઓમાં ચિંતામણિ સમાન, હસ્તિઓમાં ઐરાવણ હસ્તિ તુલ્ય, ગ્રહોમાં ચંદ્રમા જેવો, નદીઓમાં સુરનદી (ગંગા) સમાન, પર્વતોમાં મેરુતુલ્ય, વૃક્ષોમાં કલ્પવૃક્ષ તુલ્ય, દેવોમાં ઈન્દ્ર જેવો, મનુષ્યોમાં ચક્રવર્તી તુલ્ય અને ધર્મોમાં જૈનધર્મ તુલ્ય કોઈ નથી અર્થાત્ જૈનધર્મ સર્વોત્તમ ધર્મ છે.”
શ્રીનંદિવર્ધન રાજાએ હર્ષ પામીને શ્રી વીર પરમાત્માને કહ્યું કે–“હે પ્રભુ ! આપના પ્રાસાદથી દાનધર્મનું ફળ તો સાંભળ્યું, હવે શીલધર્મનું મહાભ્ય સાંભળવા ઉત્સુક છું, માટે તે કહેવાની કૃપા કરો. સુજ્ઞપુરુષી આપનું દેશનારૂપી અમૃત પીવા છતાં સદા અતૃપ્ત જ રહે છે. આ પ્રમાણેની નંદિવર્ધનની અભ્યર્થનાથી શ્રીવીરજિનેશ્વરે શીલધર્મ સંબંધી દેશનાનો પ્રારંભ કર્યો. શીલ કોઈ ન હરી શકે એવું ભૂષણ છે, મોક્ષલક્ષ્મીની પ્રાપ્તિનું મૂળ છે, જેમ મહાદ્રહમાં પ્રવેશ કરેલા મનુષ્યને મોટા દાવાનલનો ભય રહેતો નથી તેમ શીલધર્મથી રક્ષણ કરાયેલો મનુષ્ય કોઈ દ્વારા પરાભવ પામતો નથી.
ઔષધિઓમાં અમૃત, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, મણિઓમાં ચિંતામણી, ધેનુ(ગાય)માં કામધેનુ, તપમાં ધ્યાનતપ, સુકૃતોમાં દયા-તેમ સર્વ વ્રતોમાં બ્રહ્મવ્રત મોખરે છે. શીલ એ કીર્તિરૂપી ઉજજવળ છત્ર ઉપર કળશ તુલ્ય છે, લક્ષ્મીને વશ કરવા કામણ તુલ્ય છે, શીલ ભાવરૂપી સમુદ્રની વૃદ્ધિ માટે ચંદ્ર સમાન છે, ગુણોના નિધિ તુલ્ય છે. સંસારરૂપી વનમાં કદલીના વૃક્ષ તુલ્ય છે, પુણ્યની ખાણ સમાન છે, સત્ત્વરૂપી લતાની વૃદ્ધિ માટે વસંતઋતુ સમાન છે અને પ્રાંતે - મોક્ષને આપનાર છે. જેમ કોઈક પ્રાણી અનેક તીર્થોની યાત્રા કરવા જાય, એક પગે ઊભો રહીને તપ તપે, સમુદ્રમાં ઝંપાપાત કરે કે પર્વતના શિખરથી ઝંપાપાત કરે તો પણ શિલાતળ પર વાવેલ બીજથી જેમ ધાન્યોત્પતિ થતી નથી, તેમ શીલરહિત મનુષ્ય કયારેય સિદ્ધિ પામી શકતો નથી. મનુષ્ય મોતીઓથી, ઉત્તમ વસ્ત્રોથી, માણિકોથી કે સારા પરિવારથી શોભતો નથી, પરંતુ શીલવડે જ તે શોભે છે. શીલ એ જ ખરેખર મનુષ્યની શોભા છે.
ધર્મકલ્પદ્રુમની દાન શાખાનું વર્ણન કરીને હવે તે જ પુણ્યવૃક્ષની બીજી શીલ નામની - શાખા છે તેનું વર્ણન કરવામાં આવે છે. દેવતાઓ પણ શીલવાળા મનુષ્યોનું નિરંતર સાંનિધ્ય
Page #95
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય
૭૬
કરે છે અને રત્નપાળની કાંતાની જેમ શીલવડે વિઘ્નમાત્ર નાશ પામે છે.’’
આ પ્રમાણેની પરમાત્માની વાણી સાંભળીને નંદિવર્ધન રાજાએ પૂછ્યુ‘હે પ્રભુ ! તે રત્નપાળની કાંતા કોણ હતી ? તેનુ સવિસ્તર વૃત્તાંત સાંભળવા ઇચ્છું છું, તેથી આપ કૃપા કરીને તે કહો.” યોજનગામિની વાણી વડે પરમાત્માએ કહ્યું કે—‘હે ભૂપતિ ! સર્વજીવોને હિતકારી એવું તેનું ચરિત્ર હું સવિસ્તર કહું છું તે સાંભળો :–
શૃંગારસુંદરીનું દૃષ્ટાંત
* સર્વ દ્વીપોના મધ્યમાં થાળીના આકારવાળો જંબૂનામનો આ દ્વીપ છે. જેની ફરતો લવણસમુદ્ર આવેલો છે. તે જંબૂદ્વીપના મધ્યમાં મેરૂ નામનો પર્વત છે. તેની સમીપમાં જંબુ નામનું શાશ્વત વૃક્ષ છે કે જેના નામથી આ જંબુદ્વીપ કહેવાયેલ છે. મેરૂની દક્ષિણબાજુએ લવણસમુદ્રની પાસે પુણ્યકાર્યો વડે પવિત્ર થયેલું ભરત નામનું ક્ષેત્ર છે. તે ભરતક્ષેત્રમાં પૃથ્વીરૂપી ભામિનીના લલાટમાં તિલક જેવું પૂર્વ દેશમાં વિખ્યાત પાટલીપુર નામનું નગર હતું. તે નગર ચારે બાજુમાં આવેલી શ્રેષ્ઠ વાવડીઓ, કૂવાઓ, બગીચાઓ અને સરોવરો વગેરેથી શોભતું હતું. તેમજ નરરત્નો વડે પણ અલંકૃત હતું. તે નગરમાં ગવાક્ષ, મંડપ, સ્તંભ, દ્વાર અને તોરણ વગેરેથી સુશોભિત અને પર્વતના શિખર જેવા ઊંચા અનેક આવાસો હતા. તે નગરી બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી હતી. ઊંચા કિલ્લાઓથી અને તેની નજીકમાં આવેલી ગંગાનદીથી આ નગરી શોભતી હતી. આ નગરમાં યોગ્ય સ્થાને શ્રીજિનેશ્વરના ચૈત્યો હતા. સાધર્મિકો અને સાધુજનનો સમાગમ હોવાથી પ્રાયે લોકો પણ ધર્મશીલ, ભદ્ર અને પાપભીરૂ હતા. આખા નગરનું નિરીક્ષણ કરતા લોકોના દેહમાં ભારતીદેવીનો અને ગેહમાં લક્ષ્મીદેવીનો– એમ બે સ્ત્રીઓનો જ નિવાસ દેખાતો હતો. તે નગરમાં વિનયપાળ નામનો રાજા રાજ્ય કરતો હતો. તે ન્યાયાદિ ગુણોવડે યુક્ત અને પાપકર્મથી વિરક્ત હતો. જ્યાં નીતિવાન્, ધુરંધર રાજા હોય છે ત્યાં પ્રાયે સાત ઇતિઓ હોતી નથી, પૃથ્વી યોગ્યકાળે ફળ આપનારી હોય છે. કુટુંબીઓ સુખી હોય છે અને પ્રજાને વિયોગ કે રોગનો અનુભવ થતો નથી, તે રાજાને સાતસો રાણીમાં અનંગસેના નામની પટ્ટરાણી હતી. તે લજ્જા અને વિનયવાળી હતી. ધર્મકળામાં પણ દક્ષ હતી. અશ્વનું ભૂષણ તેની ગતિનો વેગ છે, સ્ત્રીનું ભૂષણ લજ્જા છે, તપસ્વીનું ભૂષણ કૃશતા છે, વૈદ્યનું ભૂષણ સંતોષ છે, મુનિનું ભૂષણ ક્ષમા છે અને શસ્ત્રોપજીવી સુભટોનું ભૂષણ પરાક્રમ છે. સ્વાધ્યાય, અધ્યયન, જિનેન્દ્રપૂજા, ઉત્તમપતિની શુશ્રુષા, સુપાત્રમાં દાન, અનુપમ તપ, સાધર્મિકમાં બંધુભાવ, સંવેગનો અધિગમ, ઉપશમયુક્ત મન, પ્રાણીવર્ગ ઉપર કૃપા અને ઉત્તમ ધર્મકાર્યમાં તત્પરતા—આ બધા ગુણો સતી સ્ત્રીઓમાં હોય જ છે.
રાજાની સાથે નિરંતર ભોગ ભોગવતા અનંગસેના રાણીના સારા દિવસો પસાર થવા લાગ્યા અનેક પ્રકારના સુકૃતો કરતા એક વખત પીડારહિતપણે સૂતેલી રાણીએ રાત્રિએ સ્વપ્નમાં ઉત્તુંગપર્વતના શૃંગ જેવો રત્નનો ઢગલો મુખમાં પ્રવેશ કરતો જોયો. તુરત જ તે જાગી. પ્રભાતે તેણે પતિ પાસે તે હકીકત નિવેદન કરી અને કહ્યું કે—હે સ્વામી ! આ સ્વપ્નનું ળ મને શું પ્રાપ્ત થશે, તે કહેવા કૃપા કરો.' રાજાએ મતિકુશળતાથી તે સંબંધી વિચાર કરીને રાણીને કહ્યું
Page #96
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ પલ્લવઃ
કે ‘‘આ સ્વપ્નના પ્રભાવથી તમને એક પુત્રની પ્રાપ્તિ થશે. તે પુત્ર સર્વગુણસંપન્ન, રત્નરાશિસમાન તેજવાળો અને પ્રબળ પ્રતાપવાળો થશે.' આ પ્રમાણે સ્વપ્નનું ફળ સાંભળીને હર્ષિત થયેલી રાણી પોતાનાં સ્થાને ગઈ અને પૃથ્વી નિધાનને ધારણ કરે તેમ તેણીએ ગર્ભધારણ કર્યો. ગર્ભવૃદ્ધિ પામતાં રાણીને અનેક પ્રકારના શુભ દોહદો ઉત્પન્ન થયા. રાજાએ તે સઘળા દોહદો પૂર્ણ કર્યા. તેથી રાણીનું ચિત્ત ઘણું પ્રસન્ન થયું.
99
એક દિવસ ગર્ભના પ્રભાવથી રાણીને એવી ઇચ્છા થઈ કે ‘હું ગજારૂઢ થઈને સમગ્ર પૃથ્વીને સાધુ.' રાણીના આ દોહદની જાણ થતાં તે દોહદ પૂરવો મુશ્કેલ હોવાથી રાજાએ સચિવોને બોલાવીને પૂછ્યું કે—‘રાણીનો આ દુઃશક્ય દોહદ શી રીતે પુરવો ?' મંત્રીઓએ વિમર્શ કરીને વીશ યોજનમાં જુદા જુદા દેશો બનાવ્યા. તે દેશોમાં રાણીને હાથી પર બેસાડીને ફેરવી,જેથી તેનો દોહદ પૂર્ણ થયો. ગર્ભસ્થિતિ પૂર્ણ થયે પૂર્વદિશા જેમ સૂર્યને પ્રસવે તેમ રાણીએ સ્ફુરાયમાન કાંતિવાળા અને ઉત્તમ લક્ષણવાળા એક પુત્રને જન્મ આપ્યો. પુત્રજન્મની ખબર મળતા જ રાજા અત્યંત આનંદિત થયો. ‘ખરેખર, સુપુત્ર માતાપિતાને પરમ આનંદનું કારણ હોય છે.”
જે પિતા પુત્ર થયા પછી તેને વિવિધ પ્રકારના વસ્ત્રોવડે, ઘણા પ્રકારના રસોવડે, સારી રીતે બોલાવવાવડે, ક્રીડા કરાવવાવડે, નામસ્થાપન, કેશવપન તેમજ આલિંગન અને વાહનાદિવડે, વિદ્યા ભણાવવાવડે, અનેક કાર્યમાં કુશળ કરવા વડે અને ગુણના આરોપણવડે પુત્રને પોતાનાથી અધિક કરે છે તે કેમ પ્રશંસનીય ન હોય ?
વિનયપાળ રાજાએ અનેક પ્રકારના દાન-માન આપવાવડે પુત્રનો જન્મોત્સવ કર્યો, પોતાના દેશમાંથી કેટલાક કરો (ટેક્ષ) રદ કર્યા. ત્યારબાદ ભોજન, અલંકાર અને વસ્ત્રાદિવડે પોતાના ગોત્રીયજનોને સંતુષ્ટ કરીને રાજાએ વિનયપૂર્વક તેઓને કહ્યું કે—‘આ પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારે તેની માતાએ સ્વપ્નમાં રત્નનો પુંજ જોયો હતો તેથી આ પુત્રનું નામ રત્નપાળ . થાઓ.” ગોત્રીઓએ હર્ષપૂર્વક તે વાત સ્વીકારી. પાંચ ધાવમાતાઓ દ્વારા લાલનપાલન કરાતો તે પુત્ર શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ પ્રતિદિવસ માતાપિતાના મનોરથો સાથે વૃદ્ધિ પામવા લાગ્યો. તેની જન્મપત્રિકામાં બુધ ઉચ્ચ હોવાથી રાજયોગ સ્પષ્ટ જણાતો હતો. ગુરુ, શુક્ર કેન્દ્રમાં રહેલા હતા અને મંગળ દશમે હતો. બુદ્ધ, શુક્ર ને બૃહસ્પતિ એ ત્રણમાંથી એક પણ ગ્રહ જો કેન્દ્રસ્થાને રહેલો હોય તો તે અવશ્ય મહીભોક્તા એટલે કે રાજા થાય છે. સૌમ્યગ્રહો ઉચ્ચસ્થાને હોય અને ક્રૂર ગ્રહો નીચસ્થાને રહેલા હોય, તેમજ પોતપોતાનાં સ્થાનમાં રહેલા શુભગ્રહોની દૃષ્ટિવાળા હોય તો તે પુરુષ સર્વ કાર્યને સાધનારો થાય છે. જ્યોતિષીના મુખેથી પુત્રનું આ પ્રમાણેનું ગ્રહબળ જાણીને રાજાએ બહુ હર્ષિત થઈ તે વિષયમાં વિશેષ પ્રવીણ એવા વિદુર નામના વિપ્રને બોલાવ્યો.
અષ્ટાંગ નિમિત્તનો જાણ તે પંડિત હાથમાં પુસ્તક લઈને રાજા પાસે આવ્યો અને રાજાને ‘વિરે નય' એવા આશિષ આપ્યા. રાજાએ આસન આપવા દ્વારા તેનું સન્માન કરી તેની પાસે · ફળ મૂકી પ્રણામપૂર્વક પુત્રના લક્ષણો સંબંધી પૃચ્છા કરી. આવેલા વિષે કહ્યું કે—‘હે મહારાજ !
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૮
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય સામુદ્રિક શાસ્ત્રમાં શરીર સંબંધી જે જે લક્ષણો કહ્યા છે તે આપને કહું છું. આપ સાંભળો—સાત રાતા, છ ઉન્નત, પાંચ સૂક્ષ્મ, પાંચ દીર્ઘ, ત્રણ વિપુળ, ત્રણ લઘુ ને ત્રણ ગંભીર—એમ કુલ ૩૨ લક્ષણો કહ્યા છે તે આ પ્રમાણે—નખ, ચરણ, હાથ, જીભ, હોઠ, તાળુ ને નેત્રના અંતભાગ એ સાતે જેના રક્ત હોય તે સાતઅંગવાળી રાજલક્ષ્મીને પ્રાપ્ત કરે છે. કાખ (બગલ), વક્ષસ્થળ, કૃકટિકા, નાસિકા, નખ અને મુખ એ છ જેના ઉન્નત હોય તે ઉન્નત દશાને પામે. દાંત, ત્વચા, કેશ, આંગળીના પર્વ અને નખ એ પાંચ જેના સૂક્ષ્મ હોય તે મનુષ્ય પ્રાયે પુષ્કળ લક્ષ્મીનો સ્વામી થાય છે. નેત્ર, કુંચનું અંતર, નાસિકા, દાઢી અને ભુજા આ પાંચ જેના દીર્ઘ હોય તે દીર્ઘાયુ, દ્રવ્યવાન્ અને પરાક્રમી થાય છે. ભાલ, હૃદય અને વદન એ ત્રણે જેના વિસ્તીર્ણ હોય તે રાજા થાય છે. ગ્રીવા, જંઘા અને પુરુષચિહ્ન એ ત્રણે જેના લઘુ હોય તે રાજા થાય છે. સત્ત્વ, નાભિ ને સ્વર એ ત્રણે જેના ગંભીર હોય તે સાત સમુદ્ર પર્યંતની ભૂમિ પોતાને આધીન કરે છે. આ પ્રમાણે બત્રીશ લક્ષણોનું સ્વરૂપ જાણવું.
વળી જેનું મસ્તક છત્રાકાર હોય, હૃદય જેનું વિસ્તીર્ણ હોય અને કટી જેની વિશાળ હોય તે સુખ, ધન અને પુત્રવાન્ થાય છે. મયૂર, ગજ, હંસ, અશ્વ, છત્ર, તોરણ અને ચામર સદેશ રેખાઓ જેના હસ્તમાં હોય તે અનેક પ્રકારના સુખભોગ મેળવે હાથ કે પગના તળીયા પર પ્રાસાદ, પર્વત, સ્તૂપ, કમળ, અંકુશ, રથ, ધ્વજ અને કુંભ સમાન રેખાઓ હોય તે અનેક પ્રકારે શુભ સૂચવે છે. પુરુષને જમણી બાજુ તિલક કે મંડળ હોય તો તે શુભ ગણાય છે, સ્ત્રીને ડાબી બાજુ હોય તો તે શુભ ગણાય છે.
આ પ્રમાણે સામુદ્રિક શાસ્ત્રમાં બતાવેલા શુભ લક્ષણો પોતાના પુત્રના શરીર પર જોઈને રાજા બહુ જ ખુશ થયા અને આવેલ વિપ્રને વાંછિત દાન આપવાપૂર્વક રાજી કરીને વિદાય કર્યો.
પુત્ર સાતવર્ષનો થયો ત્યારે રાજાએ તેને લેખનશાળામાં અભ્યાસ કરવા મૂક્યો. કારણકે મનુષ્ય કળા અને વિદ્યા વગેરે ગુણોવડે અલંકૃત હોય તોજ શોભે છે. વિરૂપ અને વસ્ત્રાલંકા૨વડે પરિહીણ મનુષ્ય પણ જો દ્વિઘાવાન્ હોય તો રાજસભામાં તેમજ વિદ્વાનોની સભામાં માન પામે છે.
પૂરો ભરાયેલો ઘડો શબ્દ કરતો નથી, અધૂરો ઘડો જ શબ્દ કરે છે, તેમ ખરા વિદ્વાન્ હોય છે તે ગર્વ કરતા નથી, વિદ્યાવિહીન હોય તે જ બહુબોલકા હોય છે. શાસ્ત્રાધ્યયન બુદ્ધિને આધિન હોય છે, તેથી બુદ્ધિશાળી રાજપુત્રે થોડા વખતમાં ઘણો વિદ્યાભ્યાસ કર્યો તેમજ છત્રીશ પ્રકારના શાસ્રના અભ્યાસમાં પણ નિપુણ થયો. અનુક્રમે તે રૂપસૌભાગ્યસંપન્ન થવાથી તેમજ પુરુષની બહોતેર કળાસંયુક્ત થવાથી રાજાએ તેને યુવરાજપદે સ્થાપિત કર્યો. મિત્રોથી પરિવરેલો રત્નપાળ અનેક પ્રકારની ક્રિડા કરવા લાગ્યો અને શસ્ત્ર તેમજ શાસ્ત્રના વિનોદમાં દિવસો વ્યતીત કરવા લાગ્યો.
કાન્યકુબ્જ દેશમાં હંસપુર નામના નગરમાં વીરસેન નામનો રાજા ખરેખરો વીર અને મહાસેનાવાળો હતો. તેને શીલવતી અને સૌભાગ્યવતી એવી વીરમતી નામની રાણી હતી. તેમને સદ્ગુણોવડે મંડિત શૃંગારસુંદરી નામે પુત્રી હતી. તેનું મુખ ચંદ્રની વિડંબના કરે તેવું,
Page #98
--------------------------------------------------------------------------
________________
૭૯
ચતુર્થ પલ્લવ લોચન કમળનો પરિહાસ કરે તેવાં, વર્ણ સુવર્ણને પણ ઝાંખુ કરે તેવો, કેશનો સમૂહ ભ્રમરના સમૂહ જેવો, તેમજ મૂતા સ્ત્રી જાતિને શોભાવે તેવી હતી. તેને સારી રીતે અભ્યાસ કરાવવાથી તે ચોસઠ કળામાં પ્રવીણ તેમજ બીજી સરસ્વતી જેવી થઈઅનુક્રમે તે યૌવનાવસ્થા પામી, ત્યારે સ્ત્રીસંબંધી બત્રીસ ગુણવાળી થઈ. તે બત્રીસ ગુણો આ પ્રમાણે–સુરૂપ, સુભગા, શોભા, સુવેષા, સુનેત્રા, સુગંધીશ્વાસવાળી, દક્ષા, વિશિષ્ઠા, સુખાશ્રયા, ન અતિમાના, ન અતિ નમ્રા, મધુરભાષિણી, સલજ્જા, રસિકા, ગીતનૃત્યજ્ઞા, વાઘવેદિકા, સુસ્વરા, અલોભી, પીનસ્તની, વૃત્તાનના, પ્રેમવતી, ફિતમતી, પતિભક્તા, વિનીતા, સત્યવાચા બોલનારી, સુવ્રતા, ઉદારા, સંતોષી, ધાર્મિકી, દોષનું આચ્છાદન કરનારી અને શાંતિયુક્ત–આવા ૩૨ લક્ષણ યુક્ત સ્ત્રી અંગીકાર કરવા યોગ્ય સમજવી.
હવે ન સ્વીકારવા યોગ્ય ૧૬ દોષ છે. જે દોષવાળી સ્ત્રીને ગ્રહણ કરવા યોગ્ય નથી તે બતાવે છે–શુપકાંગી, કૂપમંડા, પ્રવિરલદશના (છૂટા છૂટા દાંતવાળી) તાળવું, ઓષ્ઠ અને જીવ્યા જેની શ્યામ છે તેવી, પિંગળ નેત્રવાળી, વક્ર નાસિકાવાળી, ખર અને કર્કશ નખોવાળી, વામણી અથવા ઘણી લાંબી, શ્યામાંગી, નીચી ભૃકુટીવાળી, વિષમ કુચયુગવાળી, રોમયુક્ત જંઘાવાળી અને ધનપુત્રવિનાની એવી સ્ત્રી વર્જવી.
પીન ઉરૂવાળી, પીન ગંડસ્થળવાળી, નાના અને સરખા દાંતવાળી, કમળ જેવા નેત્રવાળી, બિંબફળ સમાન હોઠવાળી, લાંબી નાસિકાવાળી, હાથિણી જેવી ગતિવાળી, દક્ષિણાવર્તયુક્ત નાભિવાળી, સ્નિગ્ધ અંગવાળી, વૃત્ત મુખવાળી, પૃથુલ અને મૃદુ જઘનવાળી, સારા સ્વરવાળી, મનોહર કેશવાળી સૌભાગ્યશાળી અને પુત્રવતી–આવી સ્ત્રી સ્વીકાર કરવા યોગ્ય છે અને તેવી સ્ત્રીનો પતિ માટે રાજા થાય છે.
સર્વકળાસંપન શૃંગારસુંદરીને યૌવન પામેલી જોઈને તેના પિતા રાજાવીરસેન વિચારવા લાગ્યો કે–આ પુત્રીને કોના કુળમાં, ક્યા સ્થળમાં ને કોને આપશું? પુત્રી જન્મતાં શોક ઉપજાવે છે, મોટી થાય છે ત્યારે કોને આપશું? તે ચિંતા થાય છે અને આપ્યા પછી તે સુખી થશે કે નહીં ? તેની ચિંતા રહે છે–અર્થાત્ પુત્રી પિતાને નિરંતર દુઃખદાયક જ છે. વળી કહ્યું છે કે “મૂર્ખ, નિર્ધન, દૂર રહેનાર, શૂરવીર અને મોક્ષના અભિલાષી તેમજ ત્રણગણી વધારે ઉંમરવાળા વરને કન્યા ન આપવી. કુળ અને જાતિથી હીન, માતાપિતાનો વિયોગી, સ્ત્રીયુક્ત અને પુત્રોવાળા પુરુષને કન્યા ન આપવી. અત્યંત ધનાઢ્ય, અતિ શાંત, અતિ દ્વેષી, સરોગી અને વિકલાંગ પુરુષને કન્યા ન આપવી. કુશીલ, ચોર,જુગારી, મદિરાપાની, વિદેશી અને સ્વગોત્રીને કન્યા ન આપવી. ખાંધવાળા, અંધ, મૂર્ખ, દરરોજ ઉપજાવીને અર્થાત્ રોજનું રોજ ખાનારો, ઘણાનો પતિ અને અપવાદનું ભાજન હોય એવા મનુષ્યને કન્યા ન આપવી. કુળ, શીલ, સનાથતા, વિત્ત, વિદ્યા, શરીર અને વય ઈત્યાદિ જોઈને કન્યા આપવી. આ પ્રમાણે જોયા બાદ આપેલી કન્યા છેવટે તો કેવું ભાગ્ય હોય તે પ્રમાણે સુખ દુઃખ પામે.
રાજા વિચારે છે કે-“આ પુત્રીના સદ્દગુણોને યોગ્ય વર કેવી રીતે પ્રાપ્ત થશે ? જો એનો સ્વયંવર રચાય તો શ્રેયસ્કર થશે જેથી પુત્રી સ્વેચ્છાએ વરને વરે.” આ પ્રમાણે વિચારીને
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૦
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય, રાજાએ સ્વયંવર મંડપ કરાવ્યો અને અનેક રાજપુત્રોને આમંત્રણ મોકલ્યા. ઘણા રાજપુત્રો આવ્યા. પિતાના આદેશથી રત્નપાળ પણ ત્યાં આવ્યો. હજારો મોટા મંડલિક રાજાઓ ત્યાં એકત્રિત થયા. રાજાએ રમણીય હવેલીઓમાં સ્થાન આપીને પ્રિયવચનવડે આદર આપીને નમ્રતાપૂર્ણ વ્યવહાર કરાવીને તથા શવ્યા-આસન વગેરેની યોગ્ય વ્યવસ્થા કરાવીને તે સર્વનો સારી રીતે સત્કાર કર્યો. સ્વયંવરમાં આવેલ અતિથિઓના આતિથ્ય માટે રાજાએ પકવાનોના હિમાલય જેટલા મોટા ઢગલાઓ કરાવ્યા. તેમજ શાળ વગેરે ધાન્યના પણ વૈતાઢ્યના શિખર પ્રમાણના ઢગલા કરાવ્યા.
અનુક્રમે લગ્નદિવસે શૃંગારસુંદરી સુંદરવસ્ત્રાભરણથી ભૂષિતથઈને લગ્નમંડપમાં આવી. રૂપવડે રંભાને જીતનાર, શાસ્ત્રાભ્યાસવડે સરસ્વતિને જીતનાર, ગુણવડે ગૌરીને જીતનાર, લક્ષણલક્ષિતદેહવડે લક્ષ્મી સમાન આ પ્રમાણે અનેક ગુણોવડે અલંકૃત સાક્ષાત મોહનવેલી જેવી તે કન્યા વરમાળા હાથમાં લઈને સ્વંયવરમંડપના મધ્યમાં આવીને ઊભી રહી. પછી ત્યાં જે જે રાજાઓ આવ્યા હતા તેના કુળ રાજ્યાદિકના વર્ણન કરીને પ્રતિહારીએ શૃંગારસુંદરીને ઓળખાણ આપી. પરિણામે પૂર્વભવના પ્રેમાનુબંધથી તેણે રત્નપાળના કંઠમાં વરમાળા આરોપણ કરી. તે જોઈને રત્નપાળના પ્રતિસ્પર્ધી તેમજ અધિક ઋદ્ધિવાળા અનેક રાજાઓ રત્નપાળ પર ક્રોધાયમાન થયા અને તેની સાથે લડવા તૈયાર થયા. સર્વે રાજાઓનું મળીને એકંદર ત્રીશ અક્ષૌહિણી સૈન્ય. એકત્ર થયું. “દશ હજાર હાથી, તેથી દશગુણા રથ, તેથી દશગુણા અશ્વ અને તેથી દશગુણા પદાતિવડે એક અક્ષૌહિણી થાય છે.” અથવા “૧૧ હજાર હાથી, ૨૧ હજાર રથ, નવલાખો યોદ્ધા, દશલાખ અશ્વ અને ૩૬ લાખ ઉદાર સેવકોવડે એક અક્ષૌહિણી કહેવાય છે.
લાખોની સંખ્યામાં રહેલા યોદ્ધાઓ સહિત બધા શત્રુ રાજાઓ એકલા રત્નપાળની સામે લડવા તૈયાર થયા. રત્નપાળ પણ પરાક્રમી હોવાથી એકલો હોવા છતાં તેઓની સામે લડવા તૈયાર થઈ ગયો. યુદ્ધની તૈયારીઓ જોઈને વીરસેન રાજા મનમાં વિચારવા લાગ્યો કે–“અરે ! અકાળે લગ્નના અસવરે આ શું અનર્થ ઉત્પન્ન થયો? આ તો ભોજનને અવસરે ઉત્પાત થયો. કહ્યું છે કે “પુષ્પવડે પણ યુદ્ધ ન કરવું તો તીક્ષ્ણ એવા આયુધોવડે તો યુદ્ધ કેમ કરાય? કારણકે યુદ્ધમાં વિજય પ્રાપ્તિનો સંદેહ છે પરંતુ પ્રધાનપુરુષોનો ક્ષય થાય તે તો નિશ્ચય જ છે.
અહીં મહારૌદ્રયુદ્ધ પ્રવૃત્ત થવાથી વીરસેન રાજાએ સંધિપાલકોને યુદ્ધ નિવારણ કરવા મોકલ્યા પણ તેઓ યુદ્ધથી પાછા હટ્યા નહીં. તે જોઈને શૃંગારસુંદરી વિચારવા લાગી કે- “મારી માટે આવું ઘોર યુદ્ધ મંડાણું, તેથી હું તો કાળરાત્રી જેવી થઈ પડી. હું આ રાજકુળમાં ઉત્પન્ન થઈને કુળનો નાશ કરનારી વિષવલ્લી જેવી થઈ છું. માતાપિતાની મતિ આમાં ચાલતી નથી અને મારી ભાગ્યલતા પણ ભગ્ન થઈ ગઈ છે. સંગ્રામથી થતી હિંસાદિકનું મહાપાપ મને લાગે છે કારણકે હું જ તેની કારણિક છું. ચંદ્રની જેમ અત્યારે કર્મના દોષથી મને આ લાંછન લાગ્યું છે. અહો ! અત્યારે મારી નિર્મળ જાતિ મલિન થઈ અને નિષ્કલંક એવું મારું કુળ કલંકિત થયું છે.” આ પ્રમાણે વિચારતી મુનિની જેમ મૌનપણાનો આશ્રય કરીને તે સર્વના ક્ષેમને માટે શાંતિનો ઉપાય વિચારવા લાગી, તેટલામાં સુબુદ્ધિ નામનો રાજયમંત્રી ત્યાં આવ્યો. કન્યાએ તેને પૂછ્યું
Page #100
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ પલ્લવઃ
૮૧
કે—‘આ સંગ્રામ બંધ થાય તેવો કોઈ ઉપાય છે ? કે જેથી આ બધા રાજાઓ શાંત થાય ? જે વાત પરાક્રમથી સાધ્ય ન હોય તેમાં બીજો ઉપાય કરવો જોઈએ. કારણકે તેથી જ કાર્યસિદ્ધિ થાય છે અને હાંસીપાત્ર થવું પડતું નથી. પૂર્વે પણ એક મંત્રીએ બુદ્ધિના વ્યાપારથી પોતાના રાજાનું રાજ્ય પાછું મેળવ્યું હતું તેની કથા આ પ્રમાણે છે— જ્ઞાનગર્ભમંત્રીની કથા
* ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં પૂર્વે નરવાહન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને બૃહસ્પતિ જેવો જ્ઞાનગર્ભ નામનો બુદ્ધિમાન્ મંત્રી હતો. એક વખત રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો, રાજાએ છઠ્ઠીને દિવસે ષષ્ઠિજાગરણનો ઉત્સવ કર્યો. તે દિવસે વિધાતા આવીને શું લેખ લખે છે ? તે જાણવાની અભિલાષાથી જ્ઞાનગર્ભમંત્રી ગુપ્તપણે દીપકની પાછળ રહ્યો. મધ્યરાત્રિએ દેવે આવીને તેના લેખ લખ્યા અને આ પ્રમાણે કહ્યું કે—‘આ રાજપુત્ર શિકારની ક્રિયાવડે જ આજીવિકા ક૨શે ! તેમાં પણ તેને એક જીવ જ મળશે. વધારે પ્રાપ્તિ થશે નહીં.” આ પ્રમાણે સાંભળીને જ્ઞાનગર્ભ મંત્રી ચિંતવવા લાગ્યો કે—‘જુઓ ! રાજપુત્રનું પણ ભાગ્ય કેવુ આશ્ચર્યકારી છે !'
ત્યારપછી કેટલોક સમય બાદ તે રાજાને બીજો પુત્ર થયો. તેની છઠ્ઠીને દિવસે પણ મંત્રી તે જ રીતે પ્રચ્છનપણે ત્યાં રહ્યો. તેના લેખ લખ્યાબાદ દૈવે કહ્યું કે—‘આ રાજપુત્ર બળદ વહન કરનારો અને ઘાસ વેચીને આજીવિકા કરનારો થશે. તેને એક બળદ જ મળશે, બીજો મળશે નહીં.' ત્યારપછી ત્રીજી પુત્રી થઈ. તેના લેખમાં વિધાતાએ એવું લખ્યું કે—‘આ રાજપુત્રી વેશ્યા થશે, પણ એક પુરુષ જ તેને મળશે, વધારે નહીં મળે.''
આ પ્રમાણે ત્રણેના લેખ સંબંધી હકીકત જાણીને મંત્રી ઘણો દુઃખી થયો. કેટલોક કાળ વીત્યા પછી રાજાના પિતરાઈઓએ રાજાને હણીને રાજ્ય લઈ લીધું. તેથી તેના ત્રણે પુત્ર-પુત્રી ત્યાંથી ભાગી ગયા અને અનુક્રમે વિધાતાએ લખેલા લેખ પ્રમાણે કાર્યો ક૨વા લાગ્યા. કેટલાક સમય બાદ મંત્રી તેમની તપાસ કરવા નીકળ્યો. ફરતાં ફરતાં પ્રથમ રાજપુત્ર તેને મળ્યો, શિકાર કરતાં પહેલાં રાજપુત્રને જોઈને મંત્રીએ તેને ઓળખીને કહ્યું કે—“આ શું કરો છો ?' રાજપુત્રે કહ્યું કે—‘‘આ શિકાર કરવા છતાં પણ એકથી વધારે જીવ મળતો નથી, તેથી મહાકરે આજીવિકા ચલાવું છું.” મંત્રીએ તેને કહ્યું કે—‘હું તમને હિતકારી વચન કહું તે સાંભળી તે પ્રમાણે વર્તો. તમારે ભદ્રજાતિનો હાથી મળે તો જ તેને મારવો કે જેના મસ્તકમાંથી મહામૂલ્યવાન મોતી નીકળે છે. વિધિએ તમને એક જીવ મળવાનું લખ્યું છે, તો તેને તમને એક જીવ આપવો જ પડશે. એવો હાથી દ૨૨ોજ મળવાથી તમે થોડા વખતમાં સારા દ્રવ્યવાન્ થઈ જશો !'' તેને આ પ્રમાણે કહી કબૂલ કરાવીને પછી મંત્રી બીજા રાજપુત્રની શોધમાં નીકળ્યો.
આગળ જતાં કોઈ નગરમાં તેને ચતુષ્પથમાં બીજો રાજપુત્ર મળ્યો. મંત્રીએ ઓળખ્યો. તેની પાસે બળદ હતો અને તેની ઉપર ઘાસનો ભારો વેચવા તે ઊભો હતો. તેની હકીકત સાંભળીને મંત્રીએ તેને સલાહ આપી કે—‘તમારે દ૨૨ોજ ઘાસ સાથે બળદ પણ વેચી નાંખવો. એટલે વિધાતાએ તમારા ભાગ્યમાં લખેલું હોવાથી તેને દ૨૨ોજ નવો બળદ તમને આપવો જ
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૨
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાાવ્ય પડશે. આ પ્રમાણે થવાથી થોડા વખતમાં તમારી પાસે દ્રવ્ય એકઠું જઈ જશે.'' આ પ્રમાણે તેને સલાહ આપીને પછી મંત્રી રાજપુત્રીને શોધવા માટે આગળ ચાલ્યો.
એક નગરમાં જતાં કેટલીક વેશ્યાઓથી પરિવરેલી પોતાની રાજપુત્રીને તેણે જોઈ. અને જોઈને આંખમાં આંસુ લાવીને મંત્રીએ તેને પૂછ્યું કે—‘હે વત્સ ! તારી આ શું દશા !' તે બોલી કે—‘પાપનો ઉદય, હે મંત્રી ! આ પ્રમાણે અકાર્ય આચરવા છતાં પણ એક ઉપરાંત બીજો પુરુષ મળી શકતો નથી, જેથી દ્રવ્ય પ્રાપ્તિ થતી નથી. તે સાંભળી મંત્રી બોલ્યો કે—‘‘મારી એક સલાહ સાંભળ ! તને જે પુરુષ સો સોનૈયા આપે તેની સાથે જ તું બેસજે, બીજા સાથે બેસીશ નહીં. તારા ભાગ્યમાં એક પુરુષ મળવાનું લખેલ હોવાથી દ૨૨ોજ સો દીનાર આપનાર એક પુરુષ વિધાતાએ આપવો જ પડશે.' આ પ્રમાણે ત્રણેને જુદી જુદી સલાહ આપીને મંત્રી પોતાને ઘરે આવ્યો. આ પ્રમાણે કેટલાક દિવસો પસાર થયા બાદ એક વખત રાત્રિએ વિધાતાએ મંત્રી પાસે આવીને કહ્યું કે—‘‘હૈ બુદ્ધિમાન્ મંત્રી ! તું તો સલાહ આપીને નિશ્ચિંત થયો અને મને ઉપાધિમાં નાંખ્યો. ‘દંડને એવી પ્રેરણા કરી કે જેથી વારંવાર વાજીંત્ર ઉપર તે અથડાયા જ કરે.' હે મિત્ર ! હવે તું આ બંધનમાંથી મને મુક્ત કર. હું દ૨૨ોજ જાતિનંત હાથી, બળદ અને સો દીનાર આપનાર પુરુષ ચાંથી લાવી આપું ?' મંત્રીએ કહ્યું કે—“હે દૈવ ! મેં વાંકે લાકડે વાંકે વેર. એવી લોકકહેવત પ્રમાણે કર્યું છે.” વિધાતાએ કહ્યું કે—‘‘હે મહાબુદ્ધિમાન્ ! મને કાંઈક બીજું કામ બતાવ, તે હું કરી આપીશ, પણ આમાંથી મને છૂટો ક૨,' મંત્રી બોલ્યો કે—‘તો હે દેવ ! એ રાજપુત્રોને તેના પિતાનું રાજ્ય પાછું આપ, એટલે તું છૂટો થઈ જઈશ અને આનંદથી રહી શકીશ.” ત્યારબાદ વિધાતાની સહાયથી મંત્રી બન્ને રાજપુત્રો અને રાજપુત્રીને પોતાના નગરમાં લઈ આવ્યો અને રાજ્ય પચાવી પાડેલા શત્રુઓને કાઢી મૂક્યા. મોટા રાજપુત્રને રાજ્ય ઉપર સ્થાપન કર્યો અને નાનાને યુવરાજપદે રાખ્યો."*
આ પ્રમાણેની કથા કહીને શૃંગારસુંદરી બોલી કે—“મંત્રી ! જેમ તે બુદ્ધિમાન્ મંત્રીએ બુદ્ધિચાતુયથી ગયેલું રાજ્ય પાછું મેળવ્યું તેમ તમે પણ એવી યુક્તિ કરો કે,જેથી આ રાજાઓ વચ્ચે થતો વિગ્રહ શાંત થાય.''
રાજપુત્રીના કહેવાથી મંત્રીએ કોઈ ન જાણે તેમ રાજમહેલથી કિલ્લાની બહાર સુધી સુરંગ કરાવી અને તે સુરંગના દ્વારો ઉપર ચિત્તા ખડકાવી, તે ચિત્તા ઉપર રાજકન્યાને બેસાડીને પછી બધા રાજાઓને ત્યાં બોલાવી કહ્યું કે—હે રાજાઓ ! જેને આ કન્યા સાથે પ્રીત હોય તે તેની સાથે ચિત્તામાં પ્રવેશ કરો. જે પ્રવેશ કરશે તેને આ રાજકન્યા આપવામાં આવશે. આ સાંભળીને બધા રાજાઓએ મોઢું નીચું કર્યું, પરંતુ મૂળ પ્રપંચને જાણનાર રત્નપાળ ચિત્તા ઉપર ચડ્યો અને રાજપુત્રીની સાથે તેના બીલમાં ઉતરી રાજમહેલમાં આવ્યો. અહીં દાસીઓએ ચિતા સળગાવી મૂકી. બીજે દિવસે કન્યાસહિત રત્નપાળ પ્રગટ થયો તેથી લોકોએ તેને મોટો પ્રભાવશાળી માન્યો. ત્યાં આવેલા બધા રાજાઓ ફાળ ચૂકેલા વાનરની જેમ હતાશ અને શ્યામમુખવાળા થઈને પોતપોતાને સ્થાનકે ગયા.
ત્યારપછી સારે દિવસે રાજાએ રત્નપાળ અને શૃંગારસુંદરીનો પાણિગ્રહણ મહોત્સવ
Page #102
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ પલ્લવઃ કર્યો. કરમોચનમાં રાજાએ અર્ધ રાજ્ય આપ્યું. રત્નપાળ લગ્ન પછી દશ દિવસ સુધી ત્યાં રહ્યો. પછી તેણે પોતાના રાજ્યમાં જવા માટે પોતાના શ્વસુરની આજ્ઞા માંગી. રાજાએ તેની સાથે આવેલા સર્વને યોગ્ય ધનસન્માનવડે સંતોષ પમાડીને રત્નપાળને સ્વદેશમાં જવાની રજા આપી. તેઓ વિદાય થયા ત્યારે કેટલાક પ્રયાણ (મુકામ) સુધી રાજા વળાવવા ગયા. પાછા વળતી વખતે તેમણે પોતાની પુત્રીને હિતશિક્ષા આપી કે-“હે વત્સ! પતિની સાથે નિષ્કપટપણે વર્તજે, નણંદ સાથે રમતી રહેજે, સાસુની ભક્તિ કરજે, બંધુવર્ગ સાથે સ્નેહવાળી રહેજે, પરિજનઉપર વાત્સલ્ય રાખજે, સપત્ની (શોષ) ઉપર પણ પ્રેમ રાખજે, પતિના મિત્રોની સાથે અત્યંત નમ્રતા રાખજે, પતિના શત્ર કે દ્વેષી ઉપર દ્વેષી રહેજે આ પ્રમાણેનું ભત્તર વગેરે સાથેનું વર્તન સર્વને પ્રેમ ઉત્પન્ન કરનાર સર્વશ્રેષ્ઠ સાધન છે. હે વત્સ ! પોતાના સ્વામીના ચરણકમળને કદાપિ છોડતી નહિ. ઇષ્ટ દેવની જેમ તેનું ધ્યાન કરજે, તેમજ તેમની સેવા કરજે. કદાપિ દુર્મનવાળા તો થવું જ નહીં. પતિની અનુગામી સ્ત્રી ચંદ્રયુક્ત રાત્રીની જેમ શોભે છે. તેથી હે સુને ! તારે નિરંતર પતિના ચિત્તની અનુવૃત્તિ પ્રમાણે વર્તન કરવું, બીજા ગમે તેટલું આપે તો પણ પિતા, ભ્રાતા, પુત્ર બધા પરિમિત આપનારા છે, અપરિમિત આપનાર તો એક ભર્તાર જ છે. તો તેની પૂજા કોણ ન કરે ?
આ પ્રમાણે વિવિધ પ્રકારની હિતશિક્ષા આપીને રાજા પાછા વળ્યા, પછી રત્નપાળકુમાર પોતાને સ્થાને પહોંચ્યા, તેના પિતાએ ઘણા ધામધૂમ સાથે વરવધૂનો પ્રવેશોત્સવ કર્યો. મંગળકારી વરવધૂએ શહેરમાં પ્રવેશ કરીને માતાપિતાના ચરણમાં નમસ્કાર કર્યા. પછી શૃંગારસુંદરી સાસુના ચરણમાં પડી. તેનું રૂપ જોવા માટે અનેક સ્ત્રીઓ ત્યાં આવી. તેને જોઈને તેઓ અંદરોઅંદર વાત કરવા લાગી કે–“આ તે શું વિદ્યાધરી છે? દેવાંગના છે? નાગકુમારી છે? લક્ષ્મી છે? કિન્નરી છે? કે પાર્વતી છે ? આવી તો દેવાંગના, નાગકુમારી, કિન્નરી, ખેચરી કે પાર્વતી પણ જોવામાં આવતી નથી. આ તો સાક્ષાત્ રૂપના ભંડાર જેવી આ કન્યા રત્નપાળ રાજકુંવરને ભોગ્ય અને યોગ્ય મળી છે.
મધુર વાચાવડે જાણે અમૃતને વરસાવતી હોય તેવી, પ્રસન્નમુખવાળી, વિનયવડે નમ્ર, શીલવડે સરળ, સૌભાગ્યને લાવણ્યની ભૂમિ જેવી, પતિને જીવિત સમાન વહાલી, પુત્રવતી, પુણ્યસંપદાવડે અંતઃદ્રવ્યવાળી અને પુણ્યાત્ય એવી સુવધૂ લક્ષ્મીની જેમ પોતાના ચરણકમળવડે ગૃહને પવિત્ર કરે છે.
રત્નપાળકુમાર શૃંગારસુંદરીની સાથે દેવની જેમ ભોગસુખ ભોગવે છે અને માતાપિતાના ચરણકમળને ભ્રમરની જેમ નિરંતર સેવે છે. કહ્યું છે કે–તે જ સાચો પુત્ર કહેવાય કે જે પિતાનો ભક્ત હોય, માતાના વચનને પાળનારા હોય અને સદા પોતાના કુળાચારમાં રક્ત હોય. આવા ગુણો રહિત અન્ય તો ઉદરના કિડા સમાન છે.” દીપક તો પોતાના તેજવડે પ્રત્યક્ષ એવા પદાર્થોને જ પ્રકાશિત કરે છે. પરંતુ નિષ્કલંક પુત્ર તો પરોક્ષ એવા પૂર્વજોને પણ દીપાવે છે. કુળદિપક એવો પુત્ર સૂર્યની જેમ સ્વજનોરૂપી કમળને ઉલ્લાસ પમાડે છે અને પિતાની કીર્તિને, ધર્મને તથા ગુણને વૃદ્ધિ પમાડે છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મભ્યઠ્ઠમ મહાકાવ્ય કૃષ્ણ કહે છે કે- હે અર્જુન ! જે માતાપિતાનો ભક્ત છે, ગુરુ અને ગોત્રીનો વિનય કરનાર છે અને દુર્ભિક્ષના સમયમાં અન આપનાર છે, તે જ પુરુષ ઉત્તમ કહેવાય છે. જેમ ધર્મમાં દયાધર્મ, ગુણમાં દાન અને પ્રિય વસ્તુઓમાં સ્વાદ અન શ્રેષ્ઠ ગણાય છે તેમજ પૃથ્વી પર ઉપકારમાં મેઘ અને તીર્થમાં માતાપિતા શ્રેષ્ઠ ગણાય છે. અર્થાત્ માતાપિતા શ્રેષ્ઠ તીર્થરૂપ છે.
એક વખત તે નગરીમાં સુમિત્ર નામના આચાર્ય પધાર્યા. વનપાલકે રાજાને વધામણી. આપી. રાજા પણ આચાર્ય ભગવંતને વંદન કરવા ગયા. આચાર્ય ભગવંતને વિધિપૂર્વક વંદના કરીને રાજા તેમની પાસે બેઠા ત્યારે ગુરુમહારાજે વૈરાગ્યપૂર્ણ ધર્મદેશનાનો આરંભ કર્યો. હું ભવ્યજીવો ! આ ભવસમુદ્ર મહાનું અને અગાધ છે, પુણ્યરૂપી પ્રવહણ સિવાય તેનો પાર પામી શકાય તેમ નથી. તેમાં પણ ક્ષમાધર્મ વિના વિદ્યાવડે, તપવડે કે તીર્થયાત્રા વડે નિવૃત્તિ (મોક્ષ)ની પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. તેથી ક્ષમાધર્મની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો, બીજા વિકલ્પો કરવા નહીં. શાસ્ત્રકાર કહે છે કે–હોમ કર્યા વિના, તપ તપ્યા વિના અને કાંઈ પણ દાન દીધા વિના આશ્ચર્ય છે કે અમૂલ્ય એવી નિવૃત્તિ-શાંતિ (મોક્ષ) માત્ર ક્ષમાથી પ્રાપ્ત થાય છે. જુઓ ! પૂર્વે એક કન્યાને માટે અનેક પ્રકારના, કષ્ટ સહન કરનારને તે ન મળી, પણ ક્ષમા રાખીને ત્યાં જ રહીને તેને આહાર આપનારને તે મળી. તે કથા આ પ્રમાણે–
નંદાનું દષ્ટાંત * શ્રીપુર નામના નગરમાં ચંદન શ્રેષ્ઠીને ગુણોના સ્થાનરૂપ નંદા નામની એક પુત્રી હતી. તે પાણિગ્રહણ યોગ્ય થઈ તે વખતે પરદેશ ગયેલા તેના માતા, પિતા, બંધુ અને કાકાએ જુદાજુદા શ્રેષ્ઠીપુત્રો સાથે તેનો સંબંધ જોડ્યો. પિતાએ એક નગરના મોટા ગૃહસ્થના પુત્રને આપી, કાકાએ બીજા નગરમાં પોતાના મિત્રના પુત્રને આપી, માતાએ પોતાના પિતાના નગરમાં પોતાની વહાલી સખીના પુત્રને આપી અને ભાઈએ બીજા કોઈ નગરમાં એક મહાપુણ્યવાનું શ્રેષ્ઠીપુત્રને આપી. તે ચારે જણાએ પોતાના નગરે આવીને હર્ષિત થઈને પોતે નક્કી કરેલ કન્યાના સંબંધની વાત એકબીજાને કરી. તે સાંભળી પરસ્પરની સ્પર્ધાથી મોટો કલહ ઉત્પન્ન થયો. દરેક કહેવા લાગ્યા કે–“અમે કરેલું સગપણ કોઈપણ રીતે અન્યથા થશે નહીં.” પછી નક્કી કરેલા દિવસે ચારે જણાએ પોતપોતાના ઠરાવેલા વરને ખબર આપ્યા અને તેના સત્કારની તેમજ વિવાહની ગોઠવણ કરવા લાગ્યા. ચારે વર એક જ દિવસે ત્યાં આવ્યા અને દરેકની સાથે વાહનો તેમજ પરિવાર વિશેષ હોવાથી નગરની બહાર રહ્યા. વિવાહને અવસરે ચારે વર તૈયાર થઈને પરણવા આવ્યા. તે વખતે પરસ્પર વિવાદ થવાથી ચારે વર રોષથી યુદ્ધ કરવા તૈયાર થયા.
પ્રાણીનો ક્ષય કરનાર તેમનો યુદ્ધસંરંભ તેમજ માતાપિતા વગેરેને પરસ્પર થયેલો વિરોધ જોઈને નંદા વિચારવા લાગી કે-“મને ધિક્કાર છે ! કે જેને માટે આવો અનર્થ ઉત્પન્ન થયો છે, હવે તો મારા મરણથી જ સર્વનો કલેશ શાંત થશે તે સિવાય આ કલેશ શાંત થાય તેમ જણાતું નથી.” આ પ્રમાણે વિચારીને ગામની બાહર ચિત્તા પડકાવી સજ્જનોના દેખતાં જ તેણે અગ્નિમાં પ્રવેશ કર્યો, તે વખતે એક વરે તો તેની સાથે જ અગ્નિમાં પ્રવેશ કર્યો. બીજો એક
Page #104
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ પલ્લવઃ
૮૫
વર વૈરાગ્ય પામી દેશાંતરમાં ચાલ્યો ગયો. ત્રીજો વર તેના અસ્થિ લઈને તીર્થમાં નાખવા ગયો. ચોથો વર તો ત્યાગી થઈ તેની સંસ્કારભૂમિ પાસે જ બેઠો અને નગરમાંથી ભિક્ષા માગી લાવી તેને પિંડ આપીને પછી પોતે ખાવા લાગ્યો. પ્રિયાના વિરહથી અહર્નિશ ત્યાં જ બેસી રહેવા લાગ્યો.
હવે દેશાંતર ગયેલા વરે કોઈ સ્થાનેથી સંજીવિની વિદ્યા મેળવી, તેથી તેણે ત્યાં આવી તેના બાકી રહેલા અસ્થિ ઉપર વિદ્યામંત્રિત જળ છાંટ્યું, જળના પ્રભાવે તે કન્યા તત્કાળ સજીવન થઈ, તથા તેની સાથે મરણ પામેલો વર પણ સજીવન થયો. તીર્થે ગયેલો વર પણ ત્યાં આવી પહોંચ્યો અને પાછા ચારે વર તે કન્યા માટે વિવાદ કરવા લાગ્યા. સ્વજનો પણ ભેગા થયા. નગરના લોકો તથા રાજપુરુષો આવ્યા. પરંતુ તેના વિવાદનો નિર્ણય કરી શક્યું નહીં. તેટલામાં ત્યાં આવેલા એક મહાબુદ્ધિશાળી પ્રૌઢવયવાળા પુરુષે તેમની હકીકત સાંભળીને નિર્ણય કરતા કહ્યું કે—‘તીર્થે અસ્થિ નાખવા ગયો તે તો પુત્ર કહેવાય, સાથે જીવતો થયો તે ભાઈ કહેવાય, જીવાડનાંર–જન્મ આપનાર પિતા કહેવાય, બાકી જે તેના મૃત્યુસ્થાને બેસી રહ્યો અને નિરંતર પિંડ આપ્યો તે જ પતિ થવા માટે યોગ્ય કહેવાય. લોકોમાં પણ જે ભરણપોષણ કરે તે જ સ્વામી કહેવાય છે. આ પ્રમાણેનો તેનો નિર્ણય સર્વજનોએ સ્વીકાર્યો અને ત્રણ વરો પણ વિવાદ છોડીને સ્વસ્થાને ગયા પછી ચોથા વર સાથે તેનું પાણિગ્રહણ કરાવવામાં આવ્યું.” *
આ કથા દ્વારા સાર એ લેવાનો છે કે—જેમ વિદ્યા મેળવવાથી કે કષ્ટ કરવાથી સ્વામી બની શકાય નહીં, પણ નિરંતર ભોજન આપવાથી સ્વામી બની શકાય, તેમ ક્ષમાથી જ નિવૃત્તિ પ્રાપ્ત થાય છે—તે સિવાયના અન્ય કષ્ટોથી તે પ્રાપ્ત થતો નથી.''
વિદ્યા વિનાનું તત્વજ્ઞાન, શમ રહિત તપ અને મનઃસ્વૈર્ય વિના તીર્થયાત્રા વંધ્યા સ્ત્રીની જેમ નિષ્ફળ છે. કરોડો જન્મમાં તીવ્ર તપસ્યા કરીને જીવ જેટલા કર્મ ખપાવી શકે છે તેટલા કર્મો સામ્યભાવનું આલંબન કરવાથી ક્ષણાર્ધમાં ખપાવી શકે છે, વીતરાગનું ધ્યાન કરવાથી જેમ મનુષ્ય વીતરાગ થાય છે તેમ સમસ્ત અપધ્યાનને નિવારીને *ભ્રામરધ્યાનનો આશ્રય કરવાથી મનુષ્ય ઉચ્ચ સ્થિતિને પામે છે. સ્થાનમાં, માનમાં, જનમાં, અરણ્યમાં, સુખમાં તેમજ દુઃખમાં વીતરાગતાના ધ્યાનનો અભ્યાસ કરવાથી મન તેમાં લયલીન થઈ જાય છે. જેમ પુષ્પમાં ગંધ, દૂધમાં ઘૃત અને કાષ્ટમાં તેજ (અગ્નિ) રહેલ છે તેમ જીવમાં જ્ઞાન રહેલું છે, પરંતુ તે તદ્ યોગ્ય પરિકર્મ કરવા દ્વારા વ્યક્ત થઈ શકે છે. પાપરૂપ દાવાનલના સમૂહનું શમન કરવા માટે મેઘઘટાતુલ્ય, સુકૃતની શ્રેણિરૂપ કલ્પલતાની પૃથ્વીતુલ્ય અને વિશદધર્મને પ્રસવનાર માતાતુલ્ય સ્ફુરાયમાન ગુણગણવાળી કરુણા ચિરકાળ જયવંતી વર્તે છે.''
આ પ્રમાણેની દેશનાને અંતે રાજાએ પૂછ્યું કે—‘હે ભગવન્ ! મારું આયુષ્ય કેટલું છે? તે જલ્દી કહો, તે જાણવા હું અત્યંત ઉત્સુક છું." આ પ્રશ્નના ઉત્તર આપતાં ગુરુભગવંતે કહ્યું
* ભ્રમરો ઇયળને ચટકો ભરે તેથી ઇયલ તેનું ધ્યાન કરે છે તે ધ્યાન તીવ્ર હોવાથી ઇલિકા ભ્રમર થઈ જાય છે તે ધ્યાનને ભ્રામરધ્યાન કહેવાય છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૬
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય,
કે—‘‘હે નૃપ ! હે મહારાજ ! જે કાર્ય સાધવું હોય તે સત્વર સાધો, કારણકે તમારું આયુષ્ય એક મહિનાથી વધારે નથી.” આ પ્રમાણે ગુરુમુખેથી પોતાનું સ્વલ્પ આયુષ્ય સાંભળીને રાજા તુરત જ સ્વસ્થાને ગયો. પુત્રને રાજ્યપર સ્થાપન કરીને શિખામણ આપતા રાજાએ કહ્યું કે “હે પુત્ર ! તારે ઘુતાદિવ્યસન, દુર્જનની સંગતિ, વિશ્વાસીનો ઘાત, વેષનો આડંબર, શક્તિવાળા સાથે કલહ, આશ્રિત ઉપર કોપ, અન્યાયનું કથન, કરેલાનો અપલાપ, દોષ સંબંધી અસત્ય પ્રલાપ અર્થાત્ કોઈની ઉપર અસત્ય દોષારોપણ, સ્વપ્રશંસા, પરદારાગમન અને નિંદિત કાર્ય—એ સર્વનો ત્યાગ કરવો.” આ પ્રમાણે પુત્રને શિક્ષા આપીને, યથાવિધિ દાન આપીને તેમજ મંત્રી વગેરેને યોગ્ય ભલામણો કરીને રાજાએ ગુરુભગવંત પાસે આવી ચારિત્ર ગ્રહણ કર્યું અને જીવનપર્યંત નિરતિચાર ચારિત્ર પાળીને પ્રાંતે મોક્ષે ગયા.
હવે રત્નપાળ રાજા ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરતો આનંદથી રહે છે. શૃંગારસુંદરી વગેરે હજારો રાણીઓ સાથે આઠ પ્રકારના સુખભોગ ભોગવે છે. તે આઠ પ્રકારના સુખભોગ આ પ્રમાણે છે સુગંધ, સુવન્ન, ગીત, તાંબુળ, ભોજન, વાહન, મંદિર અને શય્યા. ઉત્તમ પુરુષોએ તદુપરાંત સુભોજ્ય, ગીત, કાવ્ય, કથા, કાંચન અને કામિની આ છ પ્રકારના સુખો કહ્યા છે. વિષયાર્ણવમાં નિમગ્ન તે રત્નપાળ બીજું કંઈ જાણતો નહોતો. તે તો નિશ્ચિતપણે સ્ત્રીઓમાં તેમજ ગીત-નૃત્યાદિ જોવામાં જ તત્પર રહેતો. જય નામના મંત્રીની ઉપર રાજ્ય સંબંધી તમામ ચિંતા અને તમામ ભારનું આરોપણ કરીને તે શક્રની જેમ નિશ્ચિંત થઈને રહેતો હતો. દોગુંદક દેવની જેમ શૃંગારસુંદરી સાથે વિષયસુખ ભોગવતા તે પોતાના દિવસો પસાર કરતો હતો. ‘અપત્ય, અંગસેવા, ભોગ, સ્વજનોનું ગૌરવ અને ગૃહકાર્યનો નિયોગ—આ પાંચ સ્ત્રીરૂપી વેલડીના ફળો છે.'
ગુણો વડે રત્નાકર જેવા રત્નપાળને પણ અત્યંત વિષયસેવન દોષોત્પત્તિ માટે થયું. ખરેખર ચંદ્રમાં લંછન, હિમગિરિમાં હિમ, સમુદ્રના જળમાં ખારાશ, સૂર્યનાં કિરણોમાં તીક્ષ્ણતા, મલયજમાં કટુતા, જળમાં પંક, દૂધવિનાની હાથિણી પુષ્પફળવિનાની અહિતિકા—આ પ્રમાણે દુર્દેવે આ જગત્ માત્રને દૂષિત કર્યું છે. સર્વથા નિર્મળ તો કોણ રહ્યું છે ? સંસારમાં પણ સર્વકાર્યમાં સમભાવથી જ શુભ થાય છે. તેથી સભ્યોએ રત્નપાળને વધારે પડતા વિષયસુખથી પાછા વાળવા માટે ઘણી રીતે નિષેધ કર્યો પણ રાજા તે વ્યસન ત્યજી શક્યો નહીં. પ્રાણીને પુણ્યપાપના અનુભવ પ્રમાણે જ સુખદુઃખની પ્રાપ્તિ થાય છે. બુદ્ધિ કર્માનુસારે થાય છે અને સિદ્ધિ પણ તે અનુસારે જ થાય છે. મંત્રી પૂર્વે પણ રાજ્યમાં લુબ્ધ તો હતો જ વળી બિલાડાને રક્ષણ માટે દૂધ સોંપવાની કહેવત પ્રમાણે જ્યારે તેને રાજ્ય સોંપી દેવામાં આવ્યું ત્યાર પછી તો શું કહેવું ?
એક વખત તે મંત્રી શૃંગારસુંદરી રાણીનું રૂપ જોઈને તેના પર મોહ પામ્યો. તેથી કામાર્ત થયેલો તે ક્ષુધા તૃષા બધું ભૂલી ગયો. તેને કોઈ પણ સ્થળે રતિ પ્રાપ્ત થતી નહોતી. એક વખત ભાગ્યયોગથી તેને એક સિદ્ધપુરુષ મળી ગયો. તેણે મંત્રી પર પ્રસન્ન થઈને તેને અઁવસ્વાપિની વિદ્યા આપી. વિદ્યા મેળવ્યા બાદ તે દુષ્ટ મંત્રીએ પગાર વધારીને સર્વ રાજસેવકોને પોતાને વશ
Page #106
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ પલ્લવઃ
૮૭ કર્યા. રાજયના લોભથી તે પાપીએ સ્વામીદ્રોહ કરવાનો આરંભ કર્યો. એક દિવસ રાત્રીમાં રાજાને અવસ્થાપિની નિદ્રા આપીને તેને પલંગસહિત ઉપાડ્યો અને અરણ્યમાં લઈ જઈ તેને મારવાની શરૂઆત કરી. તેટલામાં રાજાનું આયુષ્ય દઢ હોવાથી આકાશવાણી થઈ કે “મા, મા, ભો, ભો” આવી વાણી સાંભળીને તેના ભયથી રાજાને અરણ્યમાં મૂકીને મંત્રી ભાગી ગયો, અને સેવકો પણ દશે દિશામાં ભાગવા લાગ્યા. તે દિવસથી અંતઃપુર સહિત આખું રાજય મંત્રીના તાબામાં આવ્યું. એક શૃંગારસુંદરી સિવાય બીજી બધી રાણીઓને તે કામાંધ મંત્રીએ કુકર્મવડે ભ્રષ્ટ કરી. શૃંગારસુંદરી શીલવ્રતમાં અત્યંત પરાયણ હોવાથી તે દુષ્ટ મંત્રીએ અનેક પ્રકારે પ્રાર્થના કરવા છતાં પણ તેના વચનને તેણે માન્ય કર્યું નહીં. તે કારણે કામ અને ક્રોધથી અંધ બનેલો તે મંત્રી શૃંગારસુંદરીને દરરોજ પાંચસો ચાબુક મારવા લાગ્યો. તેના રૂપમાં મોહિત થયેલા તે કામીને તેની લેશમાત્ર દયા આવી નહીં. “કામી મનુષ્યને દયા, ક્ષમા, લજ્જા, બંધુભાવ, દાક્ષિણ્ય કે ધર્મબુદ્ધિ હોતી જ નથી.' કહ્યું છે કે “કામી લજ્જા પામતો નથી, જોતો નથી, સાંભળતો નથી, ગુરુજનની, સ્વજનની કે પરની અપેક્ષા કરતો નથી. તે તો એમ જ કહે છે કે- હે કમળનાપત્રસમ વિશાળ નેત્રવાળી ! તું આગળ ચાલ, તેથી વિંધ્યાટવી પ્રત્યે જનારો માર્ગ તે જ મારો રાજમાર્ગ છે.” “મનુષ્ય સલજ્જ, સમય, સુવિદ્યાવાનું, સગુણી અને બુદ્ધિમાનું ત્યાં સુધી જ છે કે જયાં સુધી તે કામવશ થયો નથી. અહો ! કામ સર્વ જગતને જીતનારો છે.”
શૃંગારસુંદરીને તે કામાંધમંત્રીએ અનેક પ્રકારની વેદના ઉત્પન્ન કરી, પરંતુ વ્રતમાં સ્થિરીભૂત થયેલી તે રાણીનું મન તે દ્વિધા કરી શક્યો નહીં. ત્યારપછી તે દુરાત્માએ તેના શરીરમાંથી માંસના ખંડો સાણસીવડે તોડાવી તોડાવીને પશુઓને ખવડાવ્યા. આ પ્રમાણે એક મહિના સુધી તે મહાસતીની તે દુષ્ટ મહાકદર્થના કરી, તો પણ તેણીએ તેનું વચન માન્યું નહીં. પ્રાણથી અધિક એવા શીલધનની અખંડ રક્ષા કરી. “તીવ્ર અને ઘનપવન વડે પણ શું મેરૂપર્વતના શિખરો તૂટીને ધરતી ઉપર ક્યારેય પડે છે?
એક વખત કોઈક સજ્જને તે દુષ્ટ મંત્રીને સમજાવતા કહ્યું કે–“હે મિત્ર ! હું તને કાંઈક તારા હિતની વાત કહું તે સાંભળ! તું આ સતીને મારી નાંખીશ તો પણ તે પોતાના શીલથી ચલિત થશે નહીં, પરંતુ એના રોષાનલથી તું એક ક્ષણમાં ભસ્મસાત થઈ જઈશ. કેમકે મુનિઓને તેમજ દેવોને પણ સતીઓનો શાપ દુઃસહ છે. સતીના શીલના મહાભ્યથી અગ્નિ જળરૂપ બની જાય છે, સર્પ પુષ્પની માળારૂપ થાય છે અને વિષ અમૃત થાય છે. સિંહ, વાઘ, પિશાચ, યક્ષ, વ્યંતર અને રાક્ષસો પણ તેના શાપથી નાશ પામી જાય છે, તેથી તેઓ તેની રેખાનું ઉલ્લંઘન કરતા નથી. સતીના શીલનો પ્રભાવ તું સાવધાન થઈને સાંભળ. પૂર્વે સતીના શાપથી એક વિદ્યાધરનું સમગ્ર કુટુંબ નાશ પામી ગયું હતું તેની કથા કહું છું.
સૌભાગ્યદીપિકાની કથા * “પૂર્વે રત્નપુરમાં રામ નામે રાજા રાજય કરતો હતો. તે નગરમાં ધનદત્ત નામનો શ્રેષ્ઠી વસતો હતો. તે શેઠને લાવણ્યરૂપ જળની કૂપિકા જેવી શીલવંત, પતિભક્તા અને પ્રિય • બોલનારી ધનશ્રી નામની સ્ત્રી હતી. તે સ્ત્રીની સાથે વિવિધ પ્રકારના સુખભોગ ભોગવતાં તેને
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૮
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય દેવીસમાન સૌભાગ્યદિપિકા નામે પુત્રી થઈ. અત્યંત લાલનપાલન કરાતી તે પુત્રી યોગ્યવયે અભ્યાસ કરતાં સરસ્વતી જેવી થઈ. અનુક્રમે યૌવનાવસ્થા પામતાં તે લોકોના મનને મોહ ઉત્પન્ન કરે તેવી થઈ.
તે અવસરે કનકપુર નામના નગરમાં ધનવાદ નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને ગુણીપુરુષમાં પ્રધાન એવા નરકુંજર નામનો પુત્ર હતો. અનુક્રમે તે પુત્ર સર્વ કળાયુક્ત અને પરદારાથી વિરક્ત. થયો. તેને ધનદત્ત શ્રેષ્ઠીએ પોતાની પુત્રી આપી. તે પુત્રી પરણીને શ્વસુરગૃહે આવી. એક દિવસ તે પોતાના ઘરના ગવાક્ષમાં બેઠી હતી ત્યારે આકાશમાર્ગે ગમન કરતા કોઈક વિદ્યાધરે તેને જોઈ. તેથી રાગાંધ થઈને તે વિદ્યાધર તેની પાસે આવ્યો અને મધુર વચનો વડે બોલાવવા લાગ્યો, તેમજ અનેક પ્રકારની દિવ્યશક્તિવડે તે પોતાનું અપૂર્વ સ્વરૂપ બતાવવા લાગ્યો. સૌભાગ્યદિપીકાએ તેને કાંઈપણ ઉત્તર આપ્યો નહિ અને મનથી પણ કિંચિત્ આદર આપ્યો નહી તેથી પાપબુદ્ધિવાળા તે વિદ્યાધરે કહ્યું કે-“મને કામરૂપ સર્ષે મર્મસ્થાનમાં દંશ દીધો છે, તેથી હે પ્રિયે ! તું વચનરૂપ અમૃતના સિંચનવડે તે વિષનો નાશ કર. મને કામદેવના સપ્ત પ્રહારથી ઘણી વેદના થાય છે, તેથી હું બળાત્કારે પણ તારા શરીરનું આલિંગન કરીશ.” આ પ્રમાણે કહીને તે વિદ્યાધર તેનું શીલભંગ કરવા તત્પર થયો, તેટલીવારમાં તેણીએ કહ્યું કે–“રે પાપી ! મારું વચન સાંભળતું મારા સત્ય એવા શીલવતને ભંગ કરવા તૈયાર થયો છે, તે પાપથી મારા : શાપથી તું તત્સણ નાશ પામી જઈશ. તે વિદ્યાધરાધમ ! મારા શાપથી તારા પુત્ર ને સ્ત્રીઓ સહિત તેમજ દેશ ને રાષ્ટ્રહિત તું પ્રલયપણાને પામી જઈશ.”
આ પ્રમાણેના તેના વચનો સાંભળીને વિદ્યાધર ફરી બોલ્યો કે–“હે મુગ્ધ ! અત્યારે દિવસ હોવાથી પાછો જાઉં છું. રાત્રે આવીશ. તે વખતે તને હરણ કરીને મારા નગરમાં લઈ જઈશ અને તારી સાથે વિષયસુખ ભોગવીશ, પછી તું શું કરીશ ?” ત્યારે સૌભાગ્યદીપિકા બોલી કે- “મારા વચનથી આજે સૂર્ય જ અસ્ત પામશે નહીં.” ત્યારબાદ વિદ્યાધર પોતાને નગરે ગયો. ત્યાં અકસ્માત તેના મકાનમાં આગ લાગી અને તેથી ક્ષણમાત્રમાં કુટુંબ સહિત તેનું ઘર બળી ગયું. તે જ વખતે તેના હાથી, ઘોડા અને રથ તથા પાયદળ સેના નાશ પામી અને વૈરીએ આવીને તેનું રાજ્ય લઈ લીધું.
આ પ્રમાણે ઉત્પાત થવાથી તે વિલક્ષ થઈને ચિંતવવા લાગ્યો કે-“અરે ! આ શું થઈ ગયું! જરૂર અત્યારે મારું દુર્ભાગ્ય વર્તે છે.” આ પ્રમાણે વિચારતો તે એકલો બેઠો હતો તેટલામાં એક વિદ્યાધર તેની પાસે આવીને બોલ્યો કે–“હે મિત્ર ! આજે તો મેં એક મોટું આશ્ચર્ય જોયું. હું તીર્થયાત્રા કરવા માટે નીકળતાં તેમપુરે ગયો હતો, ત્યાં ત્રણ દિવસથી સૂર્ય અસ્ત પામતો નથી. ત્યાંના લોકો આ ઉત્પાત માની તેની શાંતિ માટે અનેક પ્રકારના શાંતિક પૌષ્ટિક કર્મ કરે છે, પરંતુ હજુ સૂર્ય અસ્ત પામતો નથી, નિશ્ચલ રહેલો છે.”
આ પ્રમાણે હકીકત સાંભળી ચકિત થયેલો વિદ્યાધર વિચારવા લાગ્યો કે-“તે સતીનું વચન ખરેખરું સત્ય જણાય છે. એના શાપથી મારો હજુપણ વિશેષ વિનાશ થશે તો પછી હું શું કરીશ? જોકે મારું ઘણું તો વિનાશ પામી ગયું છે તેથી મસ્તક મુંડાવ્યા પછી મુહૂર્ત શું
Page #108
--------------------------------------------------------------------------
________________
૮૯
ચતુર્થ પલ્લવ પૂછવું? પાણી વહી ગયા પછી બંધ શું બાંધવો ? અને પાણી પીધા પછી ઘર પૂછવાથી શું ? તો પણ તે સતી પાસે જઈને મારા દૂષણ સંબંધી ક્ષમા માંગુ અને તેના શાપથી મારા આત્માને મુક્ત કરું” આ પ્રમાણે વિચારી તરત જ સતી પાસે ગયો અને પોતાનો અપરાધ ખમાવીને કહ્યું કે-“હે માતા ! મારી ઉપર અનુગ્રહ કરી મને શાપથી મુક્ત કરો, કેમકે ઉત્તમ પુરુષો દીર્ઘરોષી હોતા નથી. છેલ્લા છતાં, પીલ્યા છતાં, ઉકાળ્યા છતાં ઈશુ મિષ્ટ રસને જ આપે છે, તેમ સજ્જન પુરુષ પીડા પમાડવા છતાં પણ મધુર વચનો જ બોલે છે.”
આ પ્રમાણે કહીને પછી તે નગરના સર્વ લોકોને એકઠા કરીને તેણે તેમની સમક્ષ કહ્યું કે-“હે લોકો ! મારું વચન સાંભળો ! મેં આ સતીની સાથે વચનમાત્રથી પણ પાપ કર્યું તો તેનું ફળ મને તત્કાળ મળ્યું, મારું મકાન બળીને ભસ્મ થઈ ગયું, કુટુંબ નાશ પામ્યું, વૈરીઓએ રાજય લઈ લીધું. આ સતીએ મારા નિમિત્તે જ રવિને પણ ખંભિત કરી દીધો છે.” આ પ્રમાણે કહીને તે સતીના પગમાં પડ્યો; તેથી સતીએ તેને શાપમુક્ત કર્યો અને કહ્યું કે–સુખેથી તારે નગરે જા, મારા આશિર્ષથી તને તારું રાજ્ય અને લક્ષ્મી પાછા મળશે. તારા વિનયથી હું તુષ્ટમાન થઈ છું. ખરેખર વિનય મોટો ગુણ છે.” તે કહ્યું છે કે–વિનય ધર્મરૂપ વૃક્ષનું મૂળ છે, ઇન્દ્ર અને રાજાની લક્ષ્મીરૂપી લતાના કંદરૂપ છે, સૌંદર્યને આહ્વાન કરવાની વિદ્યા છે, સમસ્ત ગુણનિધિને વશ કરવામાં યોગચૂર્ણ જેવો છે, સિદ્ધ આજ્ઞાના મંત્રતુલ્ય છે, તેમજ યંત્રતંત્રાદિને પ્રાપ્ત કરાવનાર મણિની ઉત્પતિમાં રોહણાચલ તુલ્ય છે, સમસ્ત અનર્થના શત્રુરૂપ છે. આવો વિનય ત્રણ જગતમાં શું શું શ્રેય નથી કરતો?”
ત્યારબાદ તે વિદ્યાધર પોતાને નગરે ગયો અને રાજ્યલક્ષ્મી પામીને સુખી થયો. સૂર્ય અસ્ત પામ્યો અને સતીનો જયજયકાર થયો, તે સતી શીલના પ્રભાવથી સર્વત્ર વિખ્યાત થઈ. શીલથી રાજા કિંકરપણું સ્વીકારે છે અને દેવો પણ તેનો આદેશ માથે ચડાવે છે.*
“હે મિત્ર ! તે કારણે જ હું તને કહું છું કે જો શૃંગારસુંદરી તારા ઉપર કોપાયમાન થશે તો તને મહાઅનર્થ થશે. એ મહાસતી રાણીનો તો વિનય કરવા યોગ્ય છે. તું પરસ્ત્રીગમનના પાપથી સાતમી નરકે જઈશ એવું મને લાગે છે. કહ્યું છે કે–“કષ્ટના એક નિવાસસ્થાન તુલ્ય, કુળને શ્યામ કરવા માટે કાજળ તુલ્ય અને લોકોમાં નિંદાના સ્થાન તુલ્ય પદારાગમન કોઈપણ રીતે શોભાસ્પદ નથી.” બીજી અનેક સ્ત્રીઓ પોતાને સ્વાધીન હોવા છતાં જે મનુષ્ય પરદાનાલંપટ હોય છે તે કાગડા જેવો જાણવો. કારણકે કાગડો પોતાની પાસે પાણીથી ભરેલું આખું સરોવર હોવા છતાં સ્ત્રીઓના ઘડાના જળમાંથી જ પાણી પીએ છે. મહાભારતમાં કહ્યું કે–“રાવણ લંકાનો સ્વામી હતો, દશ મુખવાળો હતો ત્રણ ખંડનો અધિપતિ હતો, લાખો રાક્ષસોની સેનાનો સ્વામી હતો, તથા ઈન્દ્રજિત્ જેવા પુત્રોથી સંપન્ન હતો આ પ્રમાણે રાવણ આટલો વિશિષ્ટ હોવા છતાં એક નિર્ધન, પરિવારવિનાના વનમાં રહેનારા અને મનુષ્ય માત્ર એવા રામચંદ્ર તેને અત્યંત તેજ વડે જીતી લીધો તે જનકપુત્રી સીતાના ઉત્તમ શીલનો જ અપૂર્વ પ્રભાવ સમજવો.”
Page #109
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાાવ્ય આ પ્રમાણે પોતાના મિત્રના કહેવાથી જયમંત્રીએ શૃંગારસુંદરીને ‘તારું શીલ મહાપ્રભાવવાળું છે' એમ કહીને છોડી દીધી અને તેને નમસ્કાર કર્યો.
૯૦
ત્યારબાદ શૃંગારસુંદરી પતિ વિયોગ સંબંધી વિડંબનારૂપી સમુદ્રનો પાર પામવા માટે છઠ્ઠ અક્રમાદિ તપ કરવામાં તત્પર થઈ, તથા સ્નાન વિલેપનાદિક ત્યજીને સાધ્વીની જેમ રહેવા લાગી. કોઈક વખત એક સારો નિમિત્તજ્ઞ ત્યાં આવ્યો. શૃંગારસુંદરીએ તેને પોતાના સ્વામીનો યોગ થવા વિષે પૂછ્યું. નિમિત્તશે ‘યોગ થશે’ એટલું જ કહ્યું, તેના વિશ્વાસ ઉપર જ રાણી દેહ ધારણ કરીને રહી.
સ્વામીદ્રોહી તથા પાપાત્મા એવો જયમંત્રી રત્નપાળને સ્થાને રહી રાજ્ય ક૨વા લાગ્યો છે. શાસ્ત્રકાર કહે છે કે—દુર્જન ઉપર કરેલો ઉપકાર મોટા દોષને માટે જ થાય છે. જુઓ વ્યાધિઓને અનુકૂળ આચરણ કરીએ તો વ્યાધિઓ વૃદ્ધિ પામે છે—કોપે છે, તેની તો સામે જ પડવું જોઈએ, તો જ તે કાંઈક મંદ પડે.”
હવે અરણ્યમાં રહેલા રત્નપાળની અવસ્વાપિની નિદ્રાનો પ્રભાવ ૨૪ કલાકે ઉતર્યો અને તે જાગૃત થયો. શય્યામાં રહ્યો રહ્યો તે ચારે તરફ જોવા લાગ્યો, ચારે બાજુ મહાભયંકર અરણ્ય જ દેખાતું હતું. તેમજ સિંહ, વ્યાઘ્ર, શિયાળ, ઘુવડ, ગીધ, ભૂંડ અને મોર વગેરેના તેમજ સારસ, ક્રૌંચ અને કાગડા વગેરેના ભય ઉત્પન્ન કરે તેવા શબ્દો સંભળાતા હતા. કોઈ જગ્યાએ મૃગનાં ટોળાં જણાતા હતા, કોઈ જગ્યાએ વાંદરાના ટોળાં દેખાતા હતા, કોઈ જગ્યાએ ઊંચા કિનારાવાળા સરોવરો દેખાતા હતા અને કોઈ જગ્યાએ અનેક જાતિના વૃક્ષો નજરે પડતા હતા. આ પ્રમાણે ચારે બાજુ જોતો રત્નપાળ ચકિત થઈને ચિંતવવા લાગ્યો કે—જરૂર રાજ્યલોભથી મંત્રીએ જ મને વનમાં ત્યજી દીધો લાગે છે, મેં તેને મારો ભક્ત જાણીને તેના પર રાજ્યભારનું આરોપણ કર્યું, પરંતુ તે પાપી તેમજ ધૂર્તે ખરેખર વિશ્વાસઘાત કર્યો. ખોળામાં મસ્તક રાખીને સૂના૨નો શિરચ્છેદ કરવાનું કાર્ય તેણે કર્યું. મુગ્ધ એવા મને ઠગીને તેણે મહાકૂપમાં નાંખ્યો છે. કર્મચંડાળ, કૃતઘ્ન, સ્વામીનો ઘાત કરનાર તે દુર્મંત્રી મને આવી અવસ્થા પમાડીને કેટલોક સમય સુખેથી રાજ્ય કરશે ?' આ પ્રમાણે વિચાર્યા પછી ફરી ધૈર્યપણાનું અવલંબન કરીને તે ચિત્તમાં વિચારવા લાગ્યો કે : ‘‘તે દરિદ્રી મને શું કરી શકે ? આમાં ખરેખર તો કર્મ જ કારણભૂત છે. જે દેશમાં, જે કાળમાં, જે દિવસે અને જે મુહૂર્તે સુખ કે દુઃખ હાનિ કે વૃદ્ધિ પ્રાપ્ત થવાના હોય છે તે તે પ્રમાણે જ પ્રાપ્ત થાય છે. તપ, દાન, મિત્ર બાંધવ કોઈપણ કાળે કર્મથી પીડાતા મનુષ્યનું રક્ષણ કરી શકતા નથી. સુખ કે દુઃખ પ્રાપ્ત થવામાં સત્ત્વ કારણભૂત નથી, ગુણ કારણભૂત નથી, રૂપ, યશ, વીર્ય કે ધન પણ કારણભૂત નથી, તેમજ શીલ કે કુળ પણ કારણભૂત નથી, માત્ર પૂર્વે આચરેલાં કર્મ જ કારણભૂત છે.’
આ પ્રમાણે ઘણી રીતે વિચાર કરીને તે રત્નપાળ શય્યામાંથી ઊભો થયો અને નીચે ઊતરી ધીમે ધીમે ચાલવા લાગ્યો. ત્યાં આગળ તેણે એક પર્વત જોયો. તે પર્વતના શિખર ઉપર ચડતાં બંધનથી બંધાયેલા એક પુરુષને તેણે જોયો. મૃતાવસ્થા જેવો થયેલ જોઈને તરત જ કુમારે તેને છૂટો કર્યો. ત્યારબાદ પવનવડે તેને ચેતના આવી ત્યારે રત્નપાળે પૂછ્યું કે—‘‘હે ભદ્ર ! તું
Page #110
--------------------------------------------------------------------------
________________
૯૧
ચતુર્થ પલ્લવઃ કોણ છે? અને તને કોણે બાંધ્યો હતો? તે કહે.” રત્નપાળના પ્રશ્નના ઉત્તરમાં હાથ જોડીને તે પુરુષ બોલ્યો કે-“પુરુષશ્રેષ્ઠ ! મારા બંધનનું કારણ હું કહું છું તે સાંભળો. * વૈતાદ્યપર્વત ઉપર દક્ષિણ શ્રેણિમાં ગગનવલ્લભ નામના નગરમાં સુગંધવલ્લભ નામનો વિદ્યાધરેશ્વર છે. હું હેમાંગદ નામનો તેનો પુત્ર છું. ત્યાં હુ આનંદથી રહેતો હતો. એક દિવસ હું સ્ત્રી સાથે નંદીશ્વર દ્વીપે યાત્રાર્થે જતો હતો, તેટલામાં માર્ગમાં મારો શત્રુ વિદ્યાધર મળ્યો. તે પાપીએ રાક્ષસી વિદ્યાના બળથી મને બાંધીને અહીં મૂકી દીધો અને મારી સ્ત્રીને લઈને તે ભાગી ગયો. અત્યારે મારા ભાગ્યોદયથી સત્ત્વવાનું તું અહીં આવી ચડ્યો અને મને છૂટો કર્યો, નહીં તો તે દઢ બંધનથી હું જીવતો પણ રહે તેમ નહોતું.”
આ પ્રમાણે તેઓ વાત કરે છે તેટલામાં તે શત્રુ વિદ્યાધર તેની પત્ની સહિત ત્યાં આવ્યો અને રોષથી લાલ નેત્રવાળો થઈને બોલ્યો કે “અરે! આને મેં અહીં બાંધ્યો હતો, કોણે તેને છૂટો કર્યો? તે અકાર્યકારીનું જીવિત જ સંપૂર્ણ થયું લાગે છે. આ પ્રમાણે કહીને તલવાર ખેંચી તે રત્નપાળ તરફ દોડ્યો, મહાબાહુ રત્નપાળ પણ તેની સાથે સંગ્રામ કરવા સજ્જ થયો. કેટલાક સમય સુધી ખડ્યાખડ્યી યુદ્ધ કર્યા પછી રત્નપાળે લઘુલાઘવી કળાથી તેને હણીને પૃથ્વી પર પાડી દીધો. તેથી રાક્ષસી વિદ્યા પણ તેને ત્યજીને રાડ પાડીને ભાગી ગઈ. હેમાંગદ સ્ત્રી મળવાથી અને શત્રુ ભરાવાથી બહુ ખુશ થયો.
- હેમાંગ પ્રત્યુપકારનિમિત્તે રત્નપાળને બે ઔષધિઓ આપી અને તેનો મહિમા બતાવતા તેણે કહ્યું કે “આ પ્રથમ વલય સપના વિષને હરનાર છે અને બીજું વલય માણસને મોહ પમાડનાર છે.” આ પ્રમાણે કહી રત્નપાળને નમસ્કાર કરીને તે સ્ત્રી સહિત પોતાને સ્થાને ગયો.
રત્નપાળ બે ઔષધિઓ લઈને વલ્લીથી ગૂંથેલી વેણી જેવી વનશ્રેણિને જોતો જોતો એક દિશામાં આગળ ચાલ્યો. પરંતુ વૃક્ષોની ગાઢ છાયાથી થયેલા અંધકારમાં તે મહાકષ્ટ ગમન કરવા લાગ્યો, અચાનક એક વૃક્ષની છાયામાં સૂતેલા એક રોગી મનુષ્યને તેણે જોયો. દિનમુખવાળા, આંખમાં ઝરતા અશ્રુવાળા, ધર્મકર્મવડે પવિત્ર, શુભભાવવાળા, રક્ષક વિનાના અને વિદેશી તે શ્રાવકને જોઈને કૃપાળુ રત્નપાળે વિચાર્યું કે-“આ મનુષ્ય અંતિમ અવસ્થાને પામેલો જણાય છે, તેથી તેનું રક્ષણ કરવું જોઈએ, તેમજ આરાધના કરાવવી જોઈએ. આમ વિચારીને રત્નપાળે પુણ્યબુદ્ધિથી તેને કહ્યું કે–“હે ધર્મબંધુ ! તું સર્વ જીવોને ખમાવ, નવકારમંત્રનું સ્મરણ કર, અરિહંત, સિદ્ધ, મુનિ અને ધર્મ એ ચારનું શરણ સ્વીકાર, ભાવપૂર્વક સમ્યક્તને તથા શીલને અંગીકાર કર. સ્ત્રી, પુત્ર, મિત્ર, બંધુ, ધન, ધાન્ય, ગૃહ અને અન્ય સર્વ ઉપરથી મમત્વ ત્યજી દે. આ જીવને દેહ, ગૃહ, કુટુંબ અને લક્ષ્મી સર્વ પામવું સુલભ છે, પરંતુ જિનેશ્વરકથિત ધર્મની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે. કોઈના ઉપરોધથી, ભયથી, ક્રોધથી, લોભથી, ક્ષોભથી, કુતૂહળથી જે કંઈ મિથ્યા બોલાયું હોય તે આલોચના કરવાથી મિથ્યા થાઓ. પુરુષ તે જ કહેવાય છે જે જીવિતને અને મૃત્યુ બંનેને આરાધે છે. બીજા તો પશુતુલ્ય છે. - “હે બંધુ ! નિર્મળ મનવાળો થઈ, બંધુજનાદિ ઉપરના સ્નેહને ત્યજી અંતિમ આલોચના
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૨
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય ગ્રહણ કર. અનશન ગ્રહણ કરીને સર્વ વ્રતોને પુનઃ અંગીકાર કરે. સ્પૃહા તજી દે. સર્વ પ્રાણી પર કષાયરહિત હૃદયવાળો થઈ ત્રિવિધ ત્રિવિધ ક્ષમાપના કર અને પંચ નમસ્કાર મંત્રનું ધ્યાન કર. આ પ્રમાણેની જે મનુષ્ય પોતાના દેહને ત્યજે છે તે ધન્ય છે.”
રત્નપાળે આ પ્રમાણે આરાધના કરાવવાથી તે શ્રાવક શુભધ્યાનવડે મૃત્યુ પામી દેવા થયો. પછી પરોપકારમાં તત્પર એવા રત્નપાળરાજાએ તેના શરીરનો અગ્નિસંસ્કાર કર્યો. “ઉપકારમાં તત્પર સજ્જનો જગતમાં વિરલ હોય છે અને ઉપકારને માનનારા તો હોય અથવા . ન પણ હોય.”
રત્નપાળ ત્યાંથી પૂર્વદિશા તરફ ચાલ્યો. કેટલુંક ચાલતાં આગળ સાક્ષાત બીજી દેવનગરી હોય તેવું એક નગર તેનાં જોવામાં આવ્યું રત્નપાળ જેવો તે મનોહર નગરમાં પ્રવેશ કરે છે તેટલામાં તેણે દૂરથી કંઈક પડહોદ્દોષણા થતી સાંભળી. તેથી કોઈક પુરુષને તેણે પૂછ્યું કે–“આ પડહ શા કારણથી વાગે છે?” તે પુરુષ બોલ્યો કે–“આ નગરમાં બલવાહન નામે રાજા રાજ્ય કરે છે. તે સમગ્ર સ્ત્રીજનમાં શ્રેષ્ઠ એવી રત્નાવતી નામની કન્યા છે. તે યૌવનવસ્થાને પામી છે. આજે તે જળક્રીડા કરવા માટે નગરની બહાર ગઈ હતી. ત્યાં સરોવરમાં જળક્રીડા કર્યા પછી વિશેષ વિનોદ માટે તે વનમાં ગઈ. ત્યાં સખીઓની સાથે આનંદ કરતાં અકસ્માત દૈવયોગથી તેને દુષ્ટ સર્પે દંશ દીધો છે. તેથી તરત જ તેને નગરમાં લઈ આવ્યા. રાજાએ વિષના નાશ માટે અનેક ઉપાયો, મંત્ર અને ઔષધાદિકના પ્રયોગો કરાવ્યા, પરંતુ વિષ વિશેષ વ્યાપ્ત થઈ ગયેલ હોવાથી કાંઈપણ ગુણ થયો નહીં. તેથી રાજા નગરમાં પડહ વગડાવે છે કે જે કોઈ એ કન્યાને જીવાડશે તેને રાજા અર્ધરાજય સહિત તે કન્યા આપશે.'
આ પ્રમાણેની હકીકત સાંભળીને રત્નપાળે તે પડહનો સ્વીકાર કર્યો. તેથી રાજપુરુષો તેને રાજા પાસે લઈ આવ્યા અને કન્યા દેખાડી. રત્નપાળે પૂર્વોક્ત ઔષધિના રસવડે તે સિંચન કર્યું. જેથી કન્યા તત્કાળ સજ્જ થઈ ગઈ. રાજાએ તે જ દિવસે સારા મુહૂર્ત રત્નપાળ સાથે તેનો વિવાહ કર્યો. હસ્તમોચન પ્રસંગે રાજાએ અર્ધ રાજ્ય અને હસ્તિ, અશ્વ, રથ તથા પત્તિરૂપ (પાયદળ) સેના આપી. તે વખતે “આ તો રત્નપાળ રાજા છે.” એમ યાચકોએ તેને ઓળખ્યો. તે સાંભળીને બલવાહન રાજા બહુ હર્ષિત થઈને બોલ્યા કે–“અહો ! ખરેખર મારો ભાગ્યોદય થયો છે. જેથી ઘેબરમાં ઘી, દૂધમાં સાકર અને કાંચનમાં મણિ મળ્યાની જેમ મારી પુત્રીનો ને રત્નપાળનો આવો શ્રેષ્ઠ યોગ થયો. રાજ્યભ્રષ્ટ થવા છતાં રત્નપાળ રાજા રાજપુત્રી પરણ્યો અને વિદેશમાં પણ તેને રાજય મળ્યું. “પુણ્યના યોગથી શું શું પ્રાપ્ત થતું નથી ?”
ધર્મની સિદ્ધિથી અવશ્ય અર્થ અને કામ બન્નેની પ્રાપ્તિ થાય છે, કારણકે દૂધની પ્રાપ્તિ થતા દહીં અને વૃતની પ્રાપ્તિ સુલભ જ છે.”
એક વખત રાત્રિમાં જાગેલા રત્નપાળને પિતાનું રાજય યાદ આવ્યું કે જે દુષ્ટ મંત્રી પોતાને કબજે કર્યું હતું. કહ્યું છે કે -
Page #112
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ પલ્લવઃ
બેટે જાયે કવણ ગુણ, અવગુણ કવણ મુએણ, જઈ બપ્પીકી ભૂંહકી, ચંપી જઈ અવરેણ.
૯૩
‘પુત્ર થવાથી શું અને મરણ પામવાથી પણ શું ? પુત્ર હોવા છતાં જો પિતાની જમીન બીજો દબાવી બેસે તો તે પુત્ર અપુત્ર સમાન છે.'
પછી શ્વસુરને જણાવી તેમની રજા લઈને રત્નપાળે ચતુરંગિણી સેના તથા રત્નવતી સહિત રત્નપાળે પોતાના નગર તરફ પ્રયાણ કર્યું. પોતાનું રાજ્ય પ્રાપ્ત કરવા માટે અવિચ્છિન્ન પ્રયાણ કરતાં તેને પોતાના સૈન્ય સહિત એક રાત્રે કોઈ વનમાં મુકામ કર્યું. રાત્રિએ જાગતાં રત્નપાળે સુંદર ગીતનો સ્વર સાંભળ્યો, તેથી કૌતુકથી તે ઉઠીને શબ્દને અનુસારે ચાલ્યો. વંસી અને વીણા વગેરેનો ધ્વનિ સાંભળતાં અને આગળ ચાલતાં પુણ્યયોગે એક પ્રાસાદ તેના જોવામાં આવ્યો. રાજા તે પ્રાસાદમાં પ્રવેશ કરે તેટલામાં કેટલીક વિદ્યાધરીઓ પ્રભુ પાસે ગીતનૃત્યાદિ વિનોદ કરી પ્રભુને નમીને પોતપોતાના સ્થાન તરફ ચાલી ગઈ. તે બધી વિદ્યાધરીઓમાં એક દિવ્ય વેષવાળી, રૂપની રેખાવડે મોહ પમાડનારી, વિમાનમાં બેઠેલી અને સખીઓથી પરિવરેલી વિદ્યાધરીને રત્નપાળે જોઈ. રત્નપાળ પ્રાસાદમાં પ્રવેશ કરી વિધિપૂર્વક જિનવંદન કરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો. ‘‘સંસારના અખિલ સંકલ્પોને ત્યજીને એક ધ્યાને રહેનારા અને ધ્યાનવડે પરમાનંદપદને પામેલા હૈ જિનેશ્વર ! તમને નમસ્કાર થાઓ. કેવળજ્ઞાનરૂપ દર્પણમાં સંક્રાંત થયેલા લોકાલોકને જોનારા અને પરમાત્મ સ્વરૂપ એવા તમને હે દેવ ! મારા નમસ્કાર થાઓ. હે પ્રભુ ! મારી ઉપર પ્રસન્ન થઈને મારા પર વાત્સલ્ય તેમજ અનુકંપા કરો કે જેથી મારા સર્વ દુર્વાર એવા ભાવરોગ શમી જાય. તૃષાતુરને જળની જેમ દારિદ્રથી હણાયેલા શરીરવાળાને, દૌર્ભાગ્યથી દગ્ધ થયેલાને, શત્રુઓથી અને કષ્ટોથી વિકળ થયેલાને, મૂર્ખપણાથી તપેલાને અને દુ:ખના સમૂહથી અત્યંત પીડિત થયેલા પ્રાણીને હેજિનેશ્વર ! તમે જ એક શરણભૂત છો.'’
આ પ્રમાણે સ્તુતિ કરીને જગન્નાથ શ્રીઆદિનાથ જિનેશ્વરને પોતાના નાથ માની રાજા પાછો વળ્યો. તેટલામાં સૌભાગ્યમંજરીના નામવાળું એક વલય રંગમંડપમાં પડેલું તેણે જોયું. તે લઈને રત્નપાળ ત્યાંથી પોતાના સૈન્યમાં આવ્યો. પ્રાતઃકાળે સેનાસહિત પ્રયાણ કર્યું અને ઉતાવળે પોતાના રાજ્યની હદમાં પ્રવેશ કર્યો. પછી પાટલીપુરપત્તને જયમંત્રી પાસે એક દૂતને મોકલ્યો. તે દૂતે જઈને કહ્યું કે હે જયમંત્રી ! તમારા રાજા રત્નપાળ અહીં આવ્યા છે, તો તમે સામા જઈ તેનું રાજ્ય તેને અર્પણ કરીને તેની સેવા કરો.” તે સાંભળીને ક્રોધી અને માની એવો જયમંત્રી બોલ્યો કે—રે દૂત ! કોણ સ્વામી ને કોણ સેવક ! આ તો વીરભોગ્યા વસુંધરા છે.’ આમ કહીને તે લશ્કર સહિત લડવા માટે તૈયાર થયો. સૈન્ય સાથે નગર બહાર નીકળતાં બન્ને સૈન્ય વચ્ચે ઘોર યુદ્ધ થયું. પરિણામે જયમંત્રીનું સૈન્ય ભાંગ્યું પાછું ક્યું તેથી ક્ષુદ્રચિત્તવાળા મંત્રીએ રત્નપાળના સૈન્ય ઉપર અવસ્વાપિની નિદ્રા મૂકી. પોતાના સૈન્યને નિદ્રાવડે ઘૂર્ણિત થતું જોઈને રત્નપાળ ચિંતાગ્રસ્ત થયો.
અહીં રત્નપાળે આરાધના કરાવેલો શુદ્ધ શ્રાવક મૃત્યુ પામીને દેવલોકમાં દેવપણે ઉત્પન્ન
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૪
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય થયો હતો. તેણે અવધિજ્ઞાનથી રાજાને ચિંતાતુર સ્થિતિમાં જોયો તેથી તરત જ તે ત્યાં આવ્યો અને પ્રગટ થઈને બોલ્યો કે—‘હે રત્નપાળ ! મને ઓળખો છો ?' રત્નપાળે ઘણું વિચાર્યું પણ તેને ઓળખ્યો નહીં તેથી તે મૌન રહ્યો કાંઈ ઉત્તર આપ્યો નહીં. ત્યારે શ્રાવકનું રૂપ કરીને પૂછ્યું કે ‘હવે મને ઓળખ્યો ?' એટલે તેણે ઓળખીને કહ્યું કે—‘હા ઓળખ્યો. મેં તમારી ગ્લાનપણામાં પરિચર્યા કરી હતી અંતિમ આરાધના કરાવી હતી તમે મારા શ્રાદ્ધમિત્ર છો. તમે પુણ્યયોગે દેવરૂપે થયા જણાઓ છો.' પછી તે દેવના મહાત્મ્યથી સર્વ સૈનિકો જાગૃત થયા અને બધા લડવા માટે સાવધાન થઈ ગયા. ફરી યુદ્ધ શરૂ થતાં જયમંત્રી મરાણો અને તે મૃત્યુ પામીને સાતમી નરકે ગયો. એ ત્યાંથી ચ્યવીને સર્પ થશે અને પાંચમી નરકે જશે. એ પ્રમાણે ઘણા ભવોમાં તે પોતાના પાપનું ફળ ભોગવશે. “પ્રાયે પાપાત્માઓ કષ્ટ ભોગવવા વડે જ પોતાના કર્મસંચયને ખપાવે છે.’
પછી રત્નપાળભૂપાળ કે જે સજ્જનો અને પ્રજાજનો ઉપર નિરંતર કૃપાળુ હતા તેણે પાટલીપુરમાં પ્રવેશ કર્યો. તે વખતે અનેક પ્રકારના વાજિંત્રોના નાદથી આકર્ષિત થયેલી નગરની સ્ત્રીઓ સર્વ કાર્ય ત્યજીને પોતાના રાજાને જોવા માટે ચપળપણે રાજાની સન્મુખ ચાલી. તેઓ રત્નપાળને જોઈને કહેવા લાગી કે—હૈ નરેંદ્ર ! સૂર્ય ઉપરાંત તેજ શું ? વાયુ ઉપરાંત બળવાન્ કોણ ? મોક્ષ ઉપરાંત સુખ શું ? અને તમારાથી વધુ શૂરવીર કોણ ? અર્થાત્ કોઈ નહીં. ‘તે વખતે મળેલા બીજા અનેક લોકો કહેવા લાગ્યા કે—“તમારું પૂર્વકૃત્ પુણ્ય પુનઃ પ્રગટ થયું. જગતમાં એક માંગલિક થયું. તમે પોતાના બળથી ગયેલું રાજ્ય પાછું મેળવ્યું, દુષ્ટ એવા જયમંત્રીનો નાશ કર્યો, દેવતા મિત્ર થયો તેથી તેમજ તમારા બળથી બીજા અનેક પ્રબળ રાજાઓ પણ તમારી સેવા કરવા તત્પર થયા છે.’’
તે વખતે શૃંગારસુંદરી સતી પોતાના ચિત્તમાં બહુ જ પ્રસન્ન થઈ. તે આકરો તપ કરતી હતી અને બ્રહ્મવ્રતમાં અત્યંત દૃઢ હતી, પતિનું મુખ જોયા પછી તેણીએ પોતાના વિગઈત્યાગાદિ તપનું પારણું કર્યું. સારા શૃંગારવાળી તે રાણીને રત્નપાળ રાજાએ પટ્ટરાણી તરીકે સથાપિત કરી. દેવના સાંનિધ્યથી રત્નપાળે અનેક રાજાઓને નમ્ર બનાવી પોતાના પગે લગાડ્યા અને નિષ્કંટકપણે પોતાનું રાજ્ય કરવા લાગ્યો. પ્રસન્ન થયેલા દેવે રાજમંદિરમાં સાતસો કોટી સુવર્ણ અને રત્નની વૃષ્ટિ કરી. ‘પુણ્યથી દેવો પણ વશ થાય છે.’ પછી ‘તમે આનંદથી એક છત્રી રાજ્ય કરો.' એવું રાજાને વરદાન આપીને દેવ સ્વસ્થાને ગયો.
ધર્મબુદ્ધિવાળો રત્નપાળ રાજા પૂર્વપુન્યના પ્રભાવથી ઇન્દ્રની જેમ રાજ્યનું પાલન કરવા લાગ્યો. એકવાર રાજા સભામાં બેઠેલો હતો તેટલામાં એક પુરુષ આવીને વિનયપૂર્વક નિવેદન કર્યું કે—‘હે નરેંદ્ર ! આપણા વનમાં એક શ્રેષ્ઠ હસ્તિ આવ્યો છે.’ તે સાંભળીને રાજાએ પોતાના સુભટોને મોકલ્યા, સુભટો વનહસ્તિને પકડી લાવ્યા અને રાજાને સ્વાધીન કર્યો. રાજા તે હાથી ઉપર બેસીને બહાર વનમાં આવ્યા. તેટલામાં તે હાથી રાજાને લઈને આકાશમાં ઉડ્યો. ઘણો દૂર જવા છતાં પણ તે ઊભો ન રહ્યો, તેથી રાજાને ચિંતા થઈ અને તેણે હાથી ઉપરથી ઉતરી જવાનો નિર્ણય કર્યો. તેટલામાં તો તે હાથી ઉપરથી એક સરોવરમાં પડ્યો અને સરોવરના જળમાં તરીને
Page #114
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ પલ્લવઃ તે કિનારે આવ્યો.
આગળ ચાલતાં રાજાએ સુવર્ણ અને રત્નમય તેમજ સુશોભિત તોરણવાળો એક પ્રાસાદ જોયો. રાજા કૌતુકથી તે પ્રાસાદમાં ગયો. અનુક્રમે સાતમા માળ સુધી ચડતાં અગાશીમાં બે ભસ્મના પુંજ (રાખનાઢગલા) જોયા. તેની પાસે ગજદંત સાથે લટકાવેલ એક રસથી ભરેલ કુંભ જોયો. તે જોઈને રાજા વિચારવા લાગ્યા કે–આ દિવ્ય પ્રાસાદ જેવો પ્રાસાદ અહીં ક્યાંથી ? આ રસનો કુંભ શેનો ? અને આ ભસ્મના પુંજ શેના? આ બધું અત્યંત આશ્ચર્યકારી લાગે છે. આ પ્રમાણે વિચારીને રસના કુંભમાંથી થોડોક રસ કાઢીને તેણે હાથમાં લીધો તે વખતે તેમાંથી કેટલાક 'ટીપાં પેલા ભસ્મના રાશિ ઉપર પડવાથી બને ઢગલામાંથી દિવ્યરૂપને ધારણ કરનારી બે સ્ત્રીઓ ઉત્પન્ન થઈ. તેને જોઈને રત્નપાળે પૂછ્યું કે-“તમે બન્ને કોણ છો ? આ ભસ્મમાંથી કેવી રીતે ઉત્પન્ન થઈ ? તમે શું શક્તિરૂપ છો, કિન્નરી છો, દેવાંગના છો, વિદ્યાધરી છો કે ભૂચરી છો? જે સત્ય હકીકત હોય તે કહો.”
આ પ્રમાણે રત્નપાળે પૂછવાથી તે બેમાંથી એક કન્યા બોલી કે–“હે સ્વામિન્ ! અમારી હકીક્ત વિનોદકારી છે તે હું કહું છું. આપ એક ચિત્તે સાંભળો કે જેથી આપનો સંશય દૂર થાય. આ વૈતાઢ્ય પર્વત ઉપર વરચંદ્રા નામની નગરીમાં મહાબલ નામે વિદ્યાધર રાજા રાજ્ય કરે છે. તેની પ્રેમવતી નામે પત્ની છે. તેની અમે બે પુત્રીઓ છીએ. અમારા નામ મોહવલ્લી અને યત્નવલ્લી છે. અમને બન્નેને અમારા પિતાએ ભણાવી. અનુક્રમે અમે યૌવનવસ્થા પામી. નાગિલ નામના દુરાત્મા ખેચરે ત્યાંથી અમારું અપહરણ કર્યું. અમને અહીં લાવ્યો અને વિદ્યાના બળથી તેણે આ દિવ્ય પ્રાસાદ બનાવ્યો. તે જ્યારે ક્યાંય પણ બહાર જાય છે ત્યારે અમને ભસ્મર્પોજરૂપે કરીને જાય છે અને પાછો આવે છે ત્યારે કુંભના રસનું સિંચન કરીને મનુષ્યરૂપે કરે છે. હે નરોત્તમ ! આ પ્રમાણેની અમારી કથા છે. આજે પૂર્વના ભાગ્યોદયથી અમને તમારા દર્શનનો લાભ મળ્યો છે.” આ પ્રમાણેની સ્નેહવાર્તા કરતાં તેમને પરસ્પર સ્નેહ ઉત્પન્ન થયો. પાયે મનને મોહ પમાડવાનું સાધન પૂર્વભવનો સંબંધ જ હોય છે.” કહ્યું છે કે :
એ નયણા જાઇસરે, પુથ્વભવ સમાંત,
અપ્રિય દીઠે મુહ લીયે, પિય દીઠ વિસંત. આ નેત્રો જાતિસ્મરણથી પૂર્વભવને યાદ કરે છે. તેથી અપ્રિય મનુષ્યને જોતાં મુખ પાછું વળે છે અને પ્રિયને દેખવાથી હસે છે.” - જેટલામાં તેઓ આ પ્રમાણે વાર્તાલાપ કરે છે તે તેટલામાં તે બે કન્યાનો ઇચ્છુક વિદ્યાધર વિવાદસામગ્રી લઈને ઉતાવળે ઉતાવળે ત્યાં આવ્યો. એટલે હાથીએ ત્યાં આવીને તે વિદ્યાધરને સુંટવડે ઉપાડ્યો અને લીલાવડે આકાશમાં ઉછાળ્યો. પછી દૂર જઈને તેને સૂંઢમાંથી જમીન ઉપર પડતો મૂક્યો અને તે નાગિલને દંતના આઘાતવડે અત્યંત પીડા ઉપજાવી મારી નાંખ્યો. એ અવસરે પોતાની બે પુત્રીને શોધતો શોધતો મહાબલ વિદ્યાધર ત્યાં આવ્યો અને તેણે ત્યાં પોતાની
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૬
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય બે પુત્રીઓને જોઈ. તે સાથે રત્નપાળને પણ જોઈને હર્ષ પામી મધુર વાણીથી તે બોલ્યો કે-૧૨ સાત્ત્વિકશેખર ! સાંભળો. પૂર્વે મેં એક શ્રેષ્ઠ નૈમિત્તિકને પૂછ્યું હતું કે-“મારી આ પુત્રીઓનો વર કોણ થશે ?' ત્યારે તેણે કહ્યું હતું કે–“નાગિલ નામનો એક દુષ્ટ વિદ્યાધર તમારી બન્ને પુત્રીઓનું અપહરણ કરશે. તે વિદ્યાવડે તેને ભસ્મરૂપ કરીને પાછી રસવડે તેને સ્ત્રી રૂપે કરશે.
ત્યાં એક રત્નપાળ નામનો રાજા અકસ્માત આવી ચડશે. તેણે હાથમાં લીધેલા રસકુંપિકાના રસના પડેલા બિંદુઓથી તે પુત્રીઓ ભસ્મમાંથી સ્ત્રીરૂપ થશે. તે તમારી બન્ને પુત્રીઓનો પતિ થશે અને તેને સાંનિધ્ય કરનારો દેવ હસ્તિરૂપે થઈ નાગિલને ઉપાડી જઈને તેનો વિનાશ કરશે.” આ પ્રમાણે તે નૈમિત્તિકની વાણી અત્યારે સફળ થઈ છે તો હવે આ વિમાનમાં બેસીને તમે મારી સાથે વૈતાઢ્ય પર્વત પર ચાલો.”
રત્નપાળ વિમાનમાં બેસીને પ્રયાણ કરે તેટલામાં શ્રાદ્ધદેવતા દેવરૂપે પ્રગટ થયો અને રત્નપાળને પ્રણામ કરીને બોલ્યો કે– હે ઉપકારી ! સાંભળો ! આ બે કન્યાઓની પ્રાપ્તિ કરાવવા હું તમને હસ્તિરૂપે થઈને અહી લઈ આવ્યો અને નાગિલને તે રૂપે જ ઉપાડી લઈ જઈને તેનો વિનાશ કર્યો. આ પ્રમાણે પૂર્વે જેના પર તમે ઉપકાર કર્યો છે તે દેવ થયેલો હું શ્રાવક છું. હવે આ રસની ઉત્પત્તિ અને પ્રભાવ કહું છું તે સાંભળો–
પૂર્વે આ નાગિલે ૨૪ વર્ષ પર્યત કંદમૂળ ફળનો આહાર કરીને, અધોમુખ રહી ધૂમ્રપાન કરીને, બલિહોમાદિક સહિત મંત્રનો જાપ કરીને, ધરણેન્દ્રને પ્રસન્ન કર્યા હતા. તેથી તેણે આ રસનો કુંભ આપ્યો છે. આ રસના બિંદુમાત્રથી લોહનું સુવર્ણ થાય છે. સર્વ પ્રકારની પીડા શાંત થાય છે, કષ્ટ નાશ પામે છે, દિવ્યરૂપ પ્રાપ્ત થાય છે. મૂચ્છિત ને મૃતપ્રાયઃ થયેલ પ્રાણી ક્ષણમાત્રમાં ઊભો થાય છે. ભૂતપિશાચાદિ દુષ્ટ દેવો અને ગ્રહ, નક્ષત્ર તેમજ તારાઓ આ રસના સ્પર્શમાત્રથી વશ થાય છે, મહાનું અગ્નિ શમી જાય છે, સ્થાવર અને જંગમ વિષ નાશ પામે છે. આ રસ છાંટવાથી સર્વ વ્યાધિ શમી જાય છે અને સર્વ મનુષ્યો વશ થાય છે. આ રસનું તિલક કરીને સંગ્રામમાં જવાથી શત્રુ મિત્રપણાને પામે છે અને સિંહ તેમજ હસ્તિ વગેરે પશુઓ વશ થાય છે.”
આ પ્રમાણે આ રસ બહુ જ પ્રભાવવાળો છે. તે તમને પુણ્યયોગે વિનાપ્રયાસે પ્રાપ્ત થયો છે. હું એ રસ તમને અર્પણ કરું છું. તેથી તે ગ્રહણ કરો. વળી અવસરે મને યાદ કરજો.” એમ કહીને તે દેવ અદશ્ય થયો. દેવનું સાંનિધ્ય જાણીને મહાબલ વિસ્મય પામ્યો. પછી પોતાની બે પુત્રીઓ સહિત રત્નપાળને પોતાના વિમાનમાં બેસાડીને વૈતાદ્યપર લઈ ગયો અને રત્નપાળની સાથે બને પુત્રીઓના વિવાહ કર્યા. પાણિગ્રહણ મહોત્સવ કર્યો. ધન્ય એવો રત્નપાળરાજા તે બન્ને વિદ્યાધરપુત્રીઓને પરણીને ત્યાં આનંદથી રહ્યો અને અત્યંત સુંદર સુખભોગ ભોગવવા લાગ્યો. અનેક વિદ્યાધરો તેની સેવા કરવા લાગ્યા.
તે અવસરે ગગનવલ્લભપુરમાં સુગંધવલ્લભ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને હેમાંગદ નામે પુત્ર હતો અને સૌભાગ્યમંજરી નામે પુત્રી હતી. તે પુત્રી યૌવનાવસ્થા પામી ત્યારે અનેક મનુષ્યોને મોહ ઉત્પન્ન કરનારી થઈ. તેને તેની કુળદેવીએ સર્વવાંછિતને આપનારું એક
Page #116
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ પલ્લવઃ
૯૭
વલય આપ્યું હતું. એક વખત વનમાં કોઈ જિનાલયમાં સખીઓ સાથે નાટક કરતાં તેના હાથમાંથી “તેં વલય પડી ગયું. તે સ્વસ્થાને આવી ત્યારે વલય ન મળવાથી તે અત્યંત દુ:ખી દુ:ખી થઈ અને સરસ આહાર ત્યજીને આયંબિલ, નીવી વગેરે તપ કરવા દ્વારા તેણે પોતાના શરીરને કૃશ કર્યું. એક વખત ત્યાં કોઈ નૈમિત્તિક આવતાં રાજાએ તેને પૂછ્યું કે—‘મારી પુત્રીનું ખોવાયેલું વલય શી રીતે મળશે ?' નૈમિત્તિક બોલ્યો કે—‘હે નરાધીશ ! હું કહું તે સાંભળો. તમારી પુત્રીનો સ્વયંવર મંડપ કરશો ત્યારે જેને તે વલય મળ્યું છે તે પુરુષ તેમાં એક મંડલાધીશ તરીકે પોતાની મેળે જ આવશે, તમારી પુત્રીને તે વરશે અને તેની પાસેથી જ વલય મળશે.' આ પ્રમાણે તે જ્ઞાની નૈમિત્તિકના વચનો સાંભળીને રાજાએ તરત જ સ્વયંવર મંડપ તૈયા૨ કરાવ્યો અને અનેક વિદ્યાધર રાજાઓને નિમંત્રણ કર્યું. તેમાં મહાબલ રાજાને પણ આમંત્રણ મળવાથી તે રત્નપાળને લઈને ત્યાં આવ્યો.
રત્નપાળને વલય સહિત આવેલ જોઈને સ્વયંવર વખતે સૌભાગ્યમંજરીએ તેના કંઠમાં જ વરમાળાનું આરોપણ કર્યું. રત્નપાળને ઓળખીને હેમાંગદ વગેરે સૌ ખુશ થયા. તે જોઈને બીજા બધા ખેચરો એકત્રિત થઈને વિચારવા લાગ્યા કે—‘જુઓ તો ખરા કે વિદ્યાધર એવા આપણને મૂકીને આ કન્યા ભૂચરને વરી ! તે આશ્ચર્ય છે. આવું તો ક્યારેય થયું નથી. અમારા દેખતાં એક ભ્ચર એક વિદ્યાધર કન્યાને પરણી જાય એ વાત બનવાની નથી.” આમ વિચારીને તે બધા એકત્ર થઈ રોષથી લાલઘૂમ બની યુદ્ધ માટે તૈયાર થયા અને રત્નપાળને કહેવા લાગ્યા કે—‘અરે અજ્ઞાની ! તું બાળક જણાય છે અને તારો કાળ નજીક આવ્યો લાગે છે કે જેથી તેં ભૂમિચરી થઈને વિદ્યાધરીને વરવાની હિંમત કરી છે !” રત્નપાળ તેને જવાબ ન દેતાં લડવા માટે જ રસકુંભના રસનું તિલક કરીને તૈયાર થયો. તે તિલકના પ્રભાવથી સર્વે ખેચરાધિપને જીતીને પોતાની આજ્ઞા માનનારા કર્યા. સુગંધવલ્લભ રાજાએ તરત જ તેની સાથે પોતાની પુત્રીના વિધિપૂર્વક વિવાહ કર્યા.
હેમાંગદે રત્નપાળને રોહિણી પ્રજ્ઞપ્તિ વગેરે સોળ વિદ્યાઓ આપી. રત્નપાળે થોડા દિવસમાં જ તેને સાધી, પછી વિદ્યાધરોની બન્ને શ્રેણિના તમામ રાજાઓને સાધીને મહાબલની બે પુત્રી તથા સૌભાગ્યમંજરી સહિત અનેક વિદ્યાધરોથી સેવાતો રત્નપાળ વિમાનમાં બેસીને પોતાના નગરે આવ્યો. મંત્રી વગેરેએ ત્રણ પ્રિયાઓ સહિત રત્નપાળનો નગરપ્રવેશમહોત્સવ બહુ આનંદથી કર્યો. સ્ત્રીઓ ઘરેઘરે ગીતો ગાવા લાગી. બધે આનંદ વર્તાયો. રત્નપાળ સર્વ સ્ત્રીઓની સાથે કોઈપણ પ્રકારના ઉપદ્રવ વગર સ્વર્ગના ભોગ સમાન સુખભોગ ભોગવવા લાગ્યો અને રાજ્યની પ્રતિપાલના કરવા લાગ્યો.
તે દ૨૨ોજ પુષ્કળ સુવર્ણનો વ્યય કરવા લાગ્યો. જે કોઈ રસવાળી અપૂર્વ કથા કહે તેને એક લક્ષ સુવર્ણ આપવાનું તેણે જાહેર કર્યું. પ્રતિદિન હાથી, ઘોડા, બળદ, ઉંટ, દુકૂળ તથા વસ્ત્રો વગેરે બત્રીશ લાખ સુવર્ણની કિંમતનું દાન અપાતું હતું. મહામનવાળો અને દક્ષ એવો તે રાજા દ૨૨ોજ સાત ક્ષેત્ર વગેરે પુણ્ય કાર્યમાં વીશ લાખ દ્રવ્યનો વ્યય કરવા લાગ્યો. સેવા માટે આવેલા રાજાઓ, મંત્રીઓ અને પુરોહિતોને તે દાનેશ્વરી દરરોજ ૩૬ લાખ સુવર્ણ આપીને પ્રસન્ન કરવા
Page #117
--------------------------------------------------------------------------
________________
૯.
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય લાગ્યો. આર્ત, દીન, નિરાધાર, કુબ્જ, અંધ તેમજ અન્ય રોગીઓને દ૨૨ોજ અગ્યાર લાખ દ્રવ્ય અનુકંપામાં આપવા લાગ્યો.
આ પ્રમાણે તે રાજા દ૨૨ોજ એક કોટી સુવર્ણનો વ્યય કરતો હતો.તે સર્વદ્રવ્ય રસકુંભીના રસના વેધવડે લોહમાંથી મળી શકતું હતું. કોષાધ્યક્ષને આ પ્રમાણેનું સુવર્ણ બનાવવાનો નિરંતરને માટે આદેશ આપી રાખ્યો હતો, જેથી તે પોતાના કાર્યમાં તત્પર જ રહેતો હતો.
દાન અને વિવેકના સંગમવાળી લક્ષ્મી, શ્રદ્ધામય માનસ, ક્ષમા અને દયામય ધર્મ, સુચરિતની શ્રેણિવાળું જીવિત, શાસ્રમયી બુદ્ધિ, અમૃતસમાન વાવૈભવનો વિલાસ અને પરાર્થના સાધન સહિત વ્યાપાર—આ સર્વ શ્રેષ્ઠપુણ્યવડે જ પ્રાપ્ત થાય છે.”
આ પ્રમાણે અનેક રાજાઓથી સેવાતા ચરણકમળવાળો રત્નપાળરાજા પોતાના પુણ્યબળથી પ્રબળ રાજ્યની પ્રતિપાલના કરતો હતો અને પોતાના તેજથી રત્નતુલ્ય શોભતો હતો. (ક્રમશઃ)
શ્રી ધર્મકલ્પદ્રુમ ગ્રંથની બીજી શીલ નામની શાખા ઉપર રત્નપાળ અને શૃંગારસુંદરીના આખ્યાનયુક્ત ચતુર્થ પલ્લવ સમાપ્ત
Page #118
--------------------------------------------------------------------------
________________
પંચમ પલ્લવ:
તૃષ્ણાનો છેદ કરો, ક્ષમાને ભજો, દયા કરો, પાપમાં રતિ ન લાવો, સત્ય બોલો, સાધુશ્રેણિના અનુયાયી થાઓ, વિદ્વજનોની સેવા કરો, માન્યજનોને માન આપો, શત્રુનો પણ અનુનય કરો, પોતાના ગુણોને ઢાંકો, કીર્તિનું રક્ષણ કરો અને દુઃસ્થિત ઉપર દયા કરો. કારણકે સજજનો આવું આચરણ કરનારા હોય છે.”
શીલ સદ્ભોગરૂપ વૃક્ષના અંકુર જેવું, કામરૂપી પોપટને પૂરવા માટે પિંજર સમાન, સંસારરૂપ ઉખાનો (ગરમીનો) નાશ કરવા વર્ષાસમાન, મનુષ્યજન્મરૂપી સરોવરને શોભાવનાર જળ સમૂહ જેવું અને ગુણરૂપી સમુદ્રને ઉલ્લસિત કરવામાં ચંદ્રબિંબ સમાન છે. તેથી શીલનું નિરંતર પાલન કરવું યોગ્ય છે.”
- હવે તે નJરમાં પારહિત ચિત્તવાળો, સત્ય અને અદત્તના ત્યાગ રહિત, કપટમાં રક્ત એવો નરવંચા નામનો એક જુગારી રહેતો હતો. તે દરરોજ ધૂત (જુગાર) રમવામાં લક્ષ દ્રવ્ય પ્રાપ્ત કરતો હોવાથી લોભવડે અહર્નિશ રમતો હતો. તે કયારેય હારતો નહોતો, કારણકે તેને કોઈક દેવ દ્વારા વરદાન મળેલું હતું. કદાચ તે હારતો તો માત્ર એક દ્રમના ત્રીજા ભાગ જેટલું જ હારતો હતો. તે ધૂતકાર વેશ્યાગમનમાં આસક્ત હતો અને વ્યસનમાં તે ઘણું દ્રવ્ય વ્યય કરતો હતો. તેમજ તે મૂઢ સ્વેચ્છાએ મદ્યપાન પણ કરતો હતો. દરરોજ મદિરા બનાવનારની ઝૂંપડીઓમાં અનેક પ્રકારના ખાવાના પુડલા બનાવીને રાત્રીમાં તે ચંડિકા મંદિરમાં જતો હતો. તે ચંડિકા ભયંકર આકૃતિવાળી, દુઃખે કરીને પણ સામું ન જોવાય તેવી અને દુષ્ટ આશયેવાળી હતી. છતાં આ દુષ્ટ બુદ્ધિવાળો, પાણી અને નિઃશૂક ધૂતકાર તેના ખોળામાં એક પગ મૂકી બીજો પગ તેના ખભા ઉપર મૂકી તે દેવી પાસે કરેલા દીવાના તેલમાં બોળી બોળીને લાવેલા પુડલા નિર્ભયપણે ખાતો હતો.
આ પ્રમાણે દરરોજ તે ધૂતકારને પુડલા ખાતો જોઈને ચંડિકાએ વિચાર્યું કે “હું આ પાપીને એકવાર ભય પમાડું.” આમ વિચારીને તેણે મોઢામાંથી જીભ બહાર કાઢી. તેથી ધૂતકારે તેના મોઢામાં પુડલા મૂક્યા. દેવી તે પુડલા ગળીને પાછી એમને એમ રહી. તેથી પુષ્ટ થયેલો ધૂતકાર બોલ્યો કે–“અરે રડે ! આમ જીભ બહાર કેમ કાઢી છે? તું મને ભય પમાડવા ઇચ્છતી હોય તો હું તો ભય વિનાનો છું. હજુ એકવાર હું તને પુડલો ખાવા આપીશ. પછી હું ખાવા આપવાનો નથી. કારણકે લોભીજનને કોઈ કંઈપણ આપતું જ નથી. શું તેં પૂર્વે લોકોક્તિ સાંભળી નથી કે–સંતોષ વિના સુખ નથી અને લોલુપતા સિવાય બીજું દુઃખ નથી. તું જીવ્યા અંદર ખેંચી લે કે ન લે પણ હું તને વધારે ખાવા આપવાનો નથી.” આ પ્રમાણે કહ્યા છતાં પણ
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય જ્યારે તેણે જીભ અંદર ખેંચી નહીં ત્યારે તે જુગારી બોલ્યો કે-“અરે ! ચંડિકે ! તું મારા ભોજનમાં લુબ્ધ થઈ છો. પણ જો હું તને તેનું ફળ બતાવું.” એમ કહીને તે તેની જીભ પર થેંક્યો તેથી દેવી વિલક્ષ બની ગઈ. પણ અપવિત્ર થયેલી જીલ્ડા તેણે મોઢામાં ખેંચી નહીં. ખરેખર, લોકમાં પણ કહેવાય છે કે દેવ કરતા દાનવ બળવાનું હોય છે.'
હવે પ્રભાત થતા તે દેવીનો પૂજારી આવ્યો. તે દેવીની આવી સ્થિતિ જોઈને વિચારવા લાગ્યો કે– “આ નવું વળી શું? પ્રકૃતિની વિકૃતિ થાય તે જરૂર ઉત્પાતનું કારણ હોય છે. આ દેવીએ જીભ બહાર કાઢેલી છે તે આશ્ચર્ય જેવું છે અને તે લક્ષણ સારું લાગતું નથી.” પછી દેવી મંદિરના બારણા દઢ રીતે બંધ કરીને તે પૂજારી ઉતાવળો નગરમાં આવ્યો અને નગરના લોકો પાસે દેવીની હકીકતનું નિવેદન કર્યું. પૂજારીની વાત સાંભળીને લોકોએ તે અસંભવિત માની. તેથી લોકો ત્યાં જોવા આવ્યા અને તે કૌતુક નજરે જોયું. તેઓ અંદરોઅંદર વાતો કરવા લાગ્યા કે “પૂર્વે કોઈવાર નહીં જોયેલી એવી હકીકત બની છે. એથી અવશ્ય કંઈક ઉત્પાતની સંભાવના લાગે છે.” દેવીના મોઢામાંથી બહાર નીકળેલી જીલ્ડા અત્યંત ભયંકર જાણીને કેટલાક ભીરુ લોકો તો ભયથી વિહ્વળ બનીને ત્યાંથી ભાગી જ ગયા. જેઓ નગરમાં મુખ્ય પ્રધાનપુરુષો હતા તેમજ અધિકારી અને વૈર્યતાવાળા હતા તેઓ ત્યાં ઊભા રહ્યા અને તેઓએ નિશ્ચય કર્યો કે‘જરૂર દેવીનો કોપ થયો છે.”
તેની શાંતિ માટે અનેક પ્રકારના શાંતિક પૌષ્ટિક કર્મ, જાપ, જાગરણ અને હોમવિધાન વગેરે કર્યું પણ તે સર્વ નિષ્ફળ ગયું. “તેની જીભ ઉપર જુગારીએ ઘૂંકર્યું છે માટે દેવી જીભ મોઢામાં નાખતી નથી.” એ વાત કોઈ સમજી શક્યું નહીં. નગરલોકો ભેગા થઈને ફરી વિચારવા લાગ્યા કે “જરૂર આ કંઈક મોટો ઉત્પાત દેખાય છે, તેથી આ વિપ્નની શાંતિ માટે નગરમાં ઢંઢેરો પીટાવીએ કે–“જે કોઈ બુદ્ધિમાનું પુરુષ આ દેવીની જીલ્લા પાછી મોઢામાં દાખલ કરાવશે તેને એક લાખ દીનાર આપવામાં આવશે. આ પ્રમાણે વાગતો પડહ તે ધૂતકારે સાંભળ્યો, તેથી તેણે નગરજનોને કહ્યું કે “એ દેવીની જીભ મોઢામાં નંખાવી દઈશ.” ત્યારબાદ ઘણા લોકો સાથે તે દેવીના મંદિર પાસે આવ્યો અને લોકોને બહાર રાખી દ્વાર બંધ કરીને દેવીને કહ્યું કેકેમ જીભ બહાર રાખી મૂકી છે? હજી તું મારા કર્તવ્યને જાણતી નથી. હવે જોઈ લે.” એમ કહી મોટો ધોકો ઉપાડીને તેણે દેવીને કહ્યું કે–રે રડે ! ચંડિકે ! ફોગટ તું પોતાની વિડંબના કેમ કરે છે? જીભ અંદર ખેંચી લે છે કે આ ધોકા વડે તારી મૂર્તિને ચૂર્ણ કરી નાંખું?' આમ કહીને તે મોટા ધોકાથી તેને શિર પર પ્રહાર કરવા જાય છે. તે સમયે પ્રચંડ એવી પણ તે ચંડિકા મનમાં વિચારવા લાગી કે “આ દુષ્ટ જરૂર કંઈક અનર્થ કરશે અને એ દુષ્ટને હું શું કરીશ ?” આમ વિચારી તરત જ એણે જીભ અંદર ખેંચી લીધી.
તે પછી ધૂતકારે દ્વાર ઉઘાડ્યા તેથી બધા લોકો દેવીને યથાવસ્થિત સ્વરૂપે જોઈને રાજી થયા. તેમની ચિંતા નાશ થવાથી બધા તે ધૂતકારની પ્રશંસા કરવા લાગ્યા. લોકોમાં તેનો જયજયકાર થયો. લોકોએ તેને લાખ દીનાર આપ્યા. તેણે તે જ દિવસે તે દ્રવ્ય જુગારમાં ગુમાવ્યા. “ખરેખર ! વેશ્યાશક્તની, ચોરની, જુગારીની, પાપીની અને અન્યાયથી દ્રવ્ય ઉપાર્જન
Page #120
--------------------------------------------------------------------------
________________
પંચમ પલ્લવઃ
૧૦૧
કરનારની લક્ષ્મી સ્થિર રહેતી નથી.' તે જુગારીએ એક દિવસમાં જ લાખ દીનાર ગુમાવ્યા. ખરેખર ! ભાગ્ય વિપરીત હોય ત્યારે જ પ્રાણીને ધૂત, વેશ્યાસંગ અને વિવાદ સૂજે છે.’ મહાચંડિકા જેવી ઘૂતક્રિયામાં જે આસક્ત થાય છે તે મોટો ધનવાન્ હોવા છતાં પણ દ્રવ્યરહિત થઈ જાય છે, તેમજ લંગોટી પહેરનાર, રજવડે વ્યાપ્ત શરીરવાળો, હાથમાં કપાળ લઈને ફરનારો અને વિરસ અન્ન ખાનારો થાય છે.
તે જુગા૨ી તો ત્યારપછી પણ પૂર્વેની જેમ દેવીના મંદિરમાં આવી તેના શરીરપર બે પગ મૂકી પૂડલા ખાતો હતો. તેથી દેવી વિચારવા લાગી કે ‘જુગારીની આ કુચેષ્ટાનું નિવારણ કેવી રીતે કરું ? આ બાબત અંગે ગાઢ નિર્ણય કરવો પડશે, કારણકે પૂર્વે પણ આણે મારી ઘણી વિડંબણા કરી છે. તેથી મને બહુ ચિંતા રહ્યા કરે છે.” આ પ્રમાણે વિચારતા તેણે નિર્ધાર કર્યો કે ‘હં....હવે તેનો ઉપાય મળી ગયો છે. આજે તેના આવવાને સમયે દિવ્ય પ્રભાવથી દીવો જ બહાર કાઢી લઈશ. તેથી જો દીવો જ નહીં હોય તો તેને તેલ ક્યાંથી મળશે ? અને આ પ્રમાણે કરવાથી તેને ભય લાગશે તેથી તે પૂર્વની જેમ કુચેષ્ટા પણ નહીં કરે.' આ પ્રમાણે તે વિચારે છે તેટલામાં તે જુગા૨ી આવ્યો, તે દીવા પાસે ગયો ત્યાં દીવો તો મંદિરની બહાર નીકળ્યો. તેથી જુગારી ચકિત થઈને વિચારવા લાગ્યો કે—‘‘આ શું ? આકાશમાં ચંદ્રબિંબની જેમ આ દીવો ક્યાં જાય છે ? લાગે છે કે મને ભય પમાડવા માટે દેવી આ પ્રમાણે કરી રહી છે. પણ નિર્ભય એવા મને ભય વળી કેવો ? આ તો મારા ભયથી દીપક બહાર જાય છે એવું જણાય છે. પરંતુ દીવાના તેલ વિના લુખા પુડલા કેવી રીતે ખાઈશ ? માટે આ દીવાને રોકુ.' આમ વિચારી તે દીવાની પાછળ ચાલ્યો અને દીવાને કહ્યું કે—અરે ! તું ક્યાં જાય છે ? તું જ્યાં જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ અને તારું તેલ લઈને હું પુડલા ખાઈશ.” આમ કહીને તે શીઘ્રતાથી દીવાની પાછળ જવા લાગ્યો. જ્યાં જ્યાં દીવો જાય છે ત્યાં ત્યાં તેની પાછળ પાછળ આ જુગારી પણ જાય છે અને કહેતો જાય છે કે—‘‘અરે પ્રદીપ ! ઊભો રહે, ઊભો રહે, કાયરની જેમ કેમ ભાગી જાય છે ? તેજવાળો હોવા છતાં કેમ ભાગી જાય છે ?” તેના આવા શબ્દો સાંભળીને દેવીના *પ્રભાવથી દીપક બોલ્યો કે—‘‘અરે ! પણ મારી પાસે આપવા યોગ્ય શું છે જેથી તું મારી પાછલ પડ્યો છે ? રે કુમાનુષ ! રે ધૂર્ત ! લુખો પુડલો ખાઈ લે. હું તો સમુદ્ર કિનારે જાઉં છું. મારું તેલ તને મળવાનું નથી.” દીપકનું આવું વચન સાંભળીને જુગારી બોલ્યો કે ‘‘ભો ભો ગૃહમણિ (દીપક) ! સાંભળ, હું પવનથી પડી જનાર કોઠા જેવો નથી. તથા કુવાના કે મઠના કબૂતર જેવો પણ નથી જે શબ્દમાત્રથી કુવામાંથી કે મઠમાંથી જતા રહે.”
આ પ્રમાણે સાંભળીને તેનો જવાબ આપ્યા વિના દીપક તો અવિચ્છિન્ન પણે ચાલવા જ લાગ્યો. ક્ષણમાત્ર પણ ઊભો રહ્યો નહીં. જુગારી પણ શીઘ્રગતિએ તેની પાછળ ચાલ્યો. તેથી દીપકે જુગારીને કહ્યું કે “અરે જનાચારવર્જિત ! અરે મૂર્ખ ! તું જાણતો નથી કે મનુષ્યનું સત્ય દેવસમાન ન હોય અને જે પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વિના મોટાની સાથે વાદ કરે છે તે શીઘ્ર વિનાશ પામે છે. એમ પંડિતપુરુષો કહે છે. માટે હવે તું પાછો જા, હું તો સમુદ્ર કિનારે જવાનો છું. તું ગમે તે કરીશ પણ હું તને તેલ આપવાનો નથી. માટે ફોગટ શા માટે ખેદ પામે છે ? દીપકના આવા વચન સાંભળીને જુગારી બોલ્યો કે, ‘‘અરે દીપક ! તું વારંવાર શું કામ
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય બોલે છે? તું જ્યાં જ્યાં જઈશ ત્યાં ત્યાં હું તારી પાછળ આવીશ. સત્ત્વવાનુને શું દુઃસાધ્ય છે? સમુદ્ર પણ દુસ્તર નથી. મેરુ પણ ત્યાં સુધી જ ઊંચો છે કે જ્યાં સુધી ઉદ્યમી પુરુષ તેની ઉપર ચડવા ઇચ્છતો નથી.” આ પ્રમાણે પરસ્પર વાતો કરતા તેઓ ચાલવા લાગ્યા. એમ કરતા આખી રાત વીતી ગઈ અને પ્રભાત થવાથી સૂર્યોદય થયો. તેની કાંતિથી ઉદ્યોત વિનાનો થયેલો દીપક ગાઢ વનમાં કોઈક જગ્યાએ તે ધૂર્તની દષ્ટિને ઠગીને છૂપાઈ ગયો. પેલો જુગારી વિચારવા લાગ્યો. કે–“દીપક દેખાતો નથી તેથી જરૂર તે મને ઠગીને ક્યાંક છૂપાઈ ગયો લાગે છે. ધૂર્ત એવા મને પણ તેણે ઠગ્યો. તેણે પોતાનું વચન સત્ય કર્યું. દેવશક્તિ પ્રબળ હોય છે. આ લોકોક્તિ અન્યથા ન થઈ.
- શીકાંપરથી પડેલા બીલાડાની જેમ, યૂથથી ભ્રષ્ટ થયેલા મૃગની જેમ, નિશાન ચૂકેલા શૂરવીરની જેમ, તાલથી ચૂકેલા નટની જેમ, સત્યથી ચૂકેલા સપુરુષની જેમ, શાખા પરથી પડેલા વાનરની જેમ, તેમજ ફાળ ચૂકેલા સિંહની જેમ તે જુગારી ખેદમાં નિમગ્ન થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે-“હું ધૂર્ત હોવા છતાં દીપકથી ઠગાણો, તેથી “કાગડાને ઠગનાર પણ કોઈક મળે છે. એ લોકવાણી સાચી થઈ. દીવાની પાછળ મને વનમાં દૂર જતો કરીને ચંડિકા દેવીએ મને મારી નિશૂકતાનું ફળ આપ્યું. મેં એની અવજ્ઞા કરી તેના દીવાનું તેલ લીધું તેથી તેણે મને વૈરી ગણીને મારી ઘણી વિડંબના કરી, માટે હવે આજ પછી તેની આ પ્રમાણે અવજ્ઞા ન કરવી.”
હવે તે જુગારી ચિંતાતુર થઈને તે વનમાં ભમતો હતો તેટલામાં તેણે જાજ્વલ્યમાન અગ્નિવાળો આશ્ચર્યકારી એક અગ્નિકુંડ જોયો, તે કુંડની પાસે તેણે અતિ મનોહર અને રૂપવડે દેવાંગનાનો પણ તિરસ્કાર કરે તેવી નવયૌવના બે કન્યાઓ જોઈ. તેની સમીપે વિકળાકૃતિવાળો, દીન મુખવાળો અને કુશશરીરવાળો એક પુરુષ જોયો. તેને જોઈને પેલો જુગારી બોલ્યો કે-“અરે ભદ્રે ! તમે બન્ને કોણ છો અને આ પુરુષ કોણ છે? આ વનમાં તમે ક્યાંથી આવ્યા છો? મને તમારું વૃત્તાંત કહો, મને તે સાંભળવાનું કૌતુક છે.” આમ પૂછવા છતાં તેને ધૂર્ત જાણીને તે કન્યાઓએ ઉત્તર આપ્યો નહીં, મૌન જ રહી, તેથી જુગારી પોતાના પગલાને અનુસારે પાછો ચાલ્યો અને અનુક્રમે પોતાને સ્થાને પહોંચ્યો.
એ જુગારીએ રાજસભામાં જઈને રત્નપાળ રાજાને તે બે કન્યાઓની અપૂર્વ વાત કરી. રાજાએ અપૂર્વ વાત કહેનારને લક્ષ દીનાર આપવાનું જાહેર કર્યું હતું તેથી એ જુગારીને લક્ષ દ્રવ્ય આપ્યું.
પછી રત્નપાળ રાજા તે જુગારીની સાથે વનમાં આવ્યો અને ત્યાં બે કન્યાઓને જોઈને તેણે આદરપૂર્વક પૂછયું કે–“હે સ્ત્રીઓ ! તમે કોણ છો ? આ વિકળ પુરુષ કોણ છે ? અને આ વનમાં તમે શા માટે બેઠી છો !' આ અગ્નિકુંડ શેનો છે? તેની સમીપે તમે કેમ સ્થિર થયેલી છો? મને તમારું સર્વ વૃત્તાંત કહો, મને તે સાંભળવાનું કૌતુક છે. હું રત્નપાળ નામે પાટલીપુત્ર નગરનો સ્વામી છું.”
આ પ્રમાણે રાજાએ પૂછવાથી કાંઈક વિચારીને તે બેમાંથી એક કન્યા બોલી–હે નૃપ !
Page #122
--------------------------------------------------------------------------
________________
પંચમ પલ્લવઃ
૧૦૩
તમે અમારી કથા સાંભળો—વૈતાઢ્યની ઉત્તરશ્રેણિમાં વિશ્વાવસુ નામના નગરમાં વસુગંધર્વ નામે રાજા રાજ્ય કરે છે. તેને દેવસેના અને ગંધર્વસેના નામે બે પુત્રીઓ છે. તેને વિવાહયોગ્ય થયેલી જાણીને રાજાએ એક નિમિત્તિયાને પૂછ્યું કે—‘મારી આ પુત્રીઓનો વર કોણ થશે ? તે જ્ઞાનવડે જાણીને કહો.” નૈમિત્તિકૈ કહ્યું કે—‘હે રાજન્ ! તમારી પુત્રીનો વર કોણ થશે અને તે ક્યાં મળશે. તે કહું છું. પાટલીપુત્ર નગરની સમીપે પૂર્વ દિશાના મોટા વનમાં પ્રજ્વલિત અગ્નિવાળો એક અગ્નિકુંડ કરો. તેની સમીપે આ તમારી બન્ને પુત્રીઓને તપ કરતી બેસાડો, પછી મણિ કે મંત્ર કે ઔષધિના સાંનિધ્ય વિના જે પુરુષ પોતાના સત્ત્વથી એ અગ્નિકુંડમાં સ્નાન કરશે તે તમારી પુત્રીનો વર થશે.”
આ પ્રમાણે તે નૈમિત્તિકના મુખેથી સાંભળીને અમારા પિતા અમને લઈને અહીં આવ્યા અને આ દેવાધિષ્ઠિત અગ્નિકુંડ બનાવી અમને તેની પાસે બેસાડી. આ પુરુષ કોઈ વિદ્યાધર છે, તે અમને વરવા ઇચ્છે છે, પણ સત્ત્વવર્જિત હોવાથી તે આ અગ્નિકુંડમાં ઝંપાપાત કરી શકતો નથી, તેથી એ ‘વિકળ અને દીનમુખવાળો દેખાય છે.” આ પ્રમાણેની તેની વાત સાંભળીને આશાભર્યો આવેલો વિદ્યાધર કાર્ય સિદ્ધિ કર્યા વિના લજ્જિત અને અધોમુખ થઈ સ્વસ્થાને ચાલ્યો ગયો.
હવે સત્ત્વવાન્ રત્નપાળ રાજાએ સાહસ કરીને તે ભયંકર એવા અગ્નિકુંડમાં ઝંપાપાત કર્યો. તે વખતે તેના સત્ત્વથી તે અગ્નિકુંડ સુધારસ સમાન જળથી પરિપૂર્ણ થઈ ગયો. એટલે તેમાં સ્નાન કરીને જેનું કાર્ય સિદ્ધ થયું છે એવો કુમાર બહાર નીકળ્યો. તે વખતે જ્ઞાનીનૈમિત્તિકવડે આ વૃત્તાંત જાણીને વસુગંધર્વ વિદ્યાધર ત્યાં આવ્યો અને વિવાહ યોગ્ય સકળ સામગ્રી તૈયાર કરીને રત્નપાળનો પોતાની બે પુત્રીઓ સાથે પાણિગ્રહણ મહોત્સવ કર્યો. તે વખતે કેટલાક બીજા વિદ્યાધર રાજાઓ પણ ત્યાં આવ્યાં. વિદ્યાધરની પુત્રીઓ ભૂચર પરણી જાય તે વાત સહન ન થવાથી કોપવડે વિચાર કરવા લાગ્યા કે—‘‘આ અયોગ્ય થયું છે.’ આ હકીકત જાણીને વસુગંધર્વે તેમને કહ્યું કે—à ખેચરાધિપો ! સાંભળો, મને એક વિદ્વાન્ નૈમિત્તિકે કહ્યું હતું કે—‘તમારી બે પુત્રીઓનો વર રત્નપાળ થશે.' તેથી હું તમને કહું છું કે—આ કાર્ય અયોગ્ય થયું નથી. માટે વિના કારણ આવા રંગમાં ભંગ કરવો તે દુષ્ટ મનુષ્યનું કામ છે. વળી બધી રીતે આ વર યોગ્ય છે તેથી અમારે બીજાનું પ્રયોજન નથી.' આ પ્રમાણેના તેના વચનથી આવેલા વિદ્યાધર રાજાઓ મૌન થયા.
પછી વસુગંધર્વ વિદ્યાધર પોતાની બે પુત્રીઓ સહિત રત્નપાળને લઈને વૈતાઢ્યપર આવ્યો. બીજા વિદ્યાધરો પણ સાથે આવ્યા. ત્યાં બધાની સમક્ષ ફરી વિવાહમહોત્સવ કરીને રત્નપાળ રાજાને તે બે કન્યાઓ સહિત તેના નગરે પહોંચાડ્યો. સાથે સેંકડો વિદ્યાધરોને પણ મોકલ્યા. રત્નપાળે વિવાહ પ્રસંગમાં પ્રાપ્ત થયેલા દ્રવ્યમાંથી સોળ લાખ દ્રવ્ય તે જુગારીને આપ્યું. કારણકે રત્નપાળ રાજા દાનવીર હતો. પછી સાથે આવેલા વિદ્યાધરોનું પણ યોગ્ય રીતે સન્માન કરી સંતોષ પમાડીને તેને સ્થાને વિદાય કર્યા. ક્રોડો સુભટોથી સંયુક્ત અને અનેક ખેચર તથા ભૂચર રાજાઓથી નમસ્કાર કરાતો રત્નપાળ રાજા ઊંચે પ્રકારે શોભતો હતો. કહ્યું છે કે
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય પુણ્યનો વૈભવ આશ્ચર્યકારી હોય છે.” - એક વખત સ્વામીપણાની લીલાથી સંયુક્ત અને સુરેન્દ્ર જેવી શોભાવાળો રત્નપાળ રાજા સભા ભરીને બેઠો હતો તેટલામાં શ્રાદ્ધવર્ગને વંદાવવા માટે આકાશમાર્ગથી ચારણમુનિ તે સભામાં પધાર્યા. તે વખતે રત્નપાળ રાજા પોતાના આસનથી ઊઠીને ચારણમુનિને આસન પર બેસાડીને તેમને વિધિયુક્ત વંદના કરી. પછી હાથ જોડીને રત્નપાળ રાજાએ કહ્યું કે–“આજે કૃતાર્થ થયો, આજે મારું જીવિત સફળ થયું ખરેખરો પૂર્વપુણ્યનો ઉદય થયો કે જેથી મને આપના દર્શનનો લાભ મળ્યો. આજે મારો પુણ્યરૂપી કલ્પવૃક્ષ અચિંત્ય એવા મહાફળ વડે ફળ્યો સંસારરૂપી સમુદ્રમાં મને અવિકળ એવું યાનપાત્ર (પ્રવહણ) પ્રાપ્ત થયું. શિવપુરે જવા માટે આજે મને આકાશગામિની વિદ્યા પ્રાપ્ત થઈ, કેમકે તપથી કૃશ થયેલા શરીરવાળા સુસાધુ મારે ઘેર પધાર્યા. પૂર્વભવે આચરેલા શુભકર્મ વડે અત્યારે મારા પાપનો નાશ થયો છે અને આગામી શુભનો ઉદય થયો છે, કેમકે મનુષ્યોને આપના દર્શન ત્રણે કાળની યોગ્યતા પ્રગટ કરે છે.
જ્યાં સજ્જનોની અભ્યથાન ક્રિયા થતી નથી, જ્યાં મધુર વાણી દ્વારા બોલાતું નથી અને જ્યાં ગુણદોષની સાચી વાર્તા થતી નથી તેના ગૃહે જવું તે યોગ્ય નથી. જડ પણ સજ્જનને જોવાથી સંતુષ્ટ થાય છે. જુઓ ! ચંદ્રમાના ઉદયથી કુમુદાકર વિકસ્વર થાય છે. સંતજનો પણ અન્ય સદાચારણી મનુષ્યને આવતા જોઈ ઊભા થાય છે. જુઓ ! ચંદ્રમાના ઉદયથી સમુદ્ર તેને મળવા માટે ઊછળે છે. હે મુનિરાજ ! આપ જેવા મહાત્માના દર્શન થયા પછી જેનો છેડો આવતો નથી તેવા તપથી શું? કીર્તિના આડંબરવાળા દાનથી શું ? એ જળાશયાદિ તીર્થના દર્શનથી શું? અર્થાત્ કોઈની પણ અપેક્ષા રહેતી નથી.”
આ પ્રમાણે રાજાએ સ્તુતિ કર્યા પછી આવેલ ચારણ મુનિએ દેશનાનો પ્રારંભ કર્યો અને સભામાં બેઠેલા રાજા વગેરે તમામ લોકો સાંભળવા લાગ્યા.
“ના વા . . “આરોગ્ય, ભોગસંપત્તિ, પ્રિયજનોનો અવિયોગ, દુઃખશ્રેણિનો વિયોગ અને અવિચ્છિન્ન સ્વર્ગગમન એ જિનપૂજાના ફળ છે. વૃક્ષમાં જેમ કલ્પવૃક્ષ, સણોમાં જેમ વિવેક, ગ્રહોમાં સૂર્ય, વ્રતોમાં બ્રહ્મચર્ય, ધર્મમાં દયાધર્મ અને વિદ્યાઓમાં લક્ષણશાસ્ત્ર શ્રેષ્ઠ છે તેમ શ્રાવકના સર્વધર્મોમાં દેવપૂજા શ્રેષ્ઠ છે. તેથી દૌર્ભાગ્ય, દીનભાવ, પરગૃહગમન પ્રાપ્ત થતું નથી. શરીરમાં વિરૂપતા પ્રાપ્ત થતી નથી, શોકાદિ દુઃખ પ્રાપ્ત થતા નથી તથા જે પ્રાણી ભક્તિયુક્ત ચિત્તે વીતરાગ ભગવંતની પૂજા કરે છે તે ઉચ્ચકુળ, વૈભવ તથા લાવણ્યયુક્ત રૂપને પામે છે.
જે મહાશય નિરંતર જિનપૂજન કરે છે તેના પાપો નાશ પામે છે અને તે વૃદ્ધાકુમારની જેમ સુખ પ્રાપ્ત કરે તેની કથા હું કહું છું તે સાંભળો.
વૃદ્ધાકુમારની કથા. * અહીં સમુદ્રના કિનારાપર સુવિશાલપુર નામનું નગર હતું. તે લક્ષ્મી, વિલાસ અને સદ્ધર્મવડે જાણે સ્વર્ગનો ખંડ હોય તેવું શોભતું હતું. ત્યાં ગુણો વડે ચંદ્રમા જેવો નિર્મળ ચંદ્ર નામે રાજા હતો. તે રાજાને પ્રિય અને બુદ્ધિશાળી એવો જિનદાસ નામે શ્રેષ્ઠી હતો તે પરમ શ્રાવક
Page #124
--------------------------------------------------------------------------
________________
પંચમ પલ્લવઃ
૧૦૫
હતો. તેને મનોરમા નામની જિનધર્મમાં રક્ત અને જિનપૂજામાં પરાયણ એવી ભાર્યા હતી. અંતરાયકર્મના ઉદયથી તેમનો ઘણો કાળ સંતતિ રહિત ગયો. પ્રાંતે વૃદ્ધાવસ્થામાં તેમને એક પુત્ર થયો. એ પુત્ર વૃદ્ધાવસ્થામાં થયેલો હોવાથી શ્રેષ્ઠી વગેરે સ્વજનોએ મોટો મહોત્સવ કરીને તેનું વૃદ્ધાકુમાર નામ પાડ્યું. અનુક્રમે તે વૃદ્ધિ પામ્યો, ભણ્યો ગણ્યો અને યૌવનાવસ્થા પામ્યો એટલે શ્રેષ્ઠીએ તેને કોઈ શ્રેષ્ઠીની પુત્રી સાથે પરણાવ્યો.
તે શ્રેષ્ઠીપુત્ર એક વખત રથમાં બેસીને સ્ત્રી સહિત વનમાં કૌમુદી ક્રીડા કરવા જતો હતો. ત્યારે તેણે માર્ગમાં લોકોનાં મુખથી સાંભળ્યું કે–નિષ્ણુણ્ય મનુષ્યની જેમ આ કુમાર પોતે તો કંઈ ધન ઉપાર્જન કરતો નથી અને આટલી વયે પણ માતાનું સ્તનપાન કરવાની જેમ પિતાએ ઉપાર્જિત લક્ષ્મીનો ઉપભોગ કરે છે.” આ પ્રમાણેની વાત સાંભળીને તે ક્રીડા કરવા ન જતાં પાછો વળ્યો અને માતાપિતાની રજા મેળવીને સારે દિવસે તેણે સાર્થસહિત પ્રવહણમાં બેસીને વ્યાપારનિમિત્તે સમુદ્રમાર્ગે પ્રયાણ કર્યું, આગળ ચાલતા પ્રતિકૂળ પવનના યોગથી તે વહાણ ફરતા પર્વતોવાળા મોટા આવર્તમાં સપડાઈ ગયું. તેથી વૃદ્ધાકુમાર અને લોકો વહાણમાંથી ઉતરીને નજીક રહેલા પર્વત પર ચડી એક આંબાના ઝાડ નીચે બેઠા.
તે આંબાની શાખા ઉપર એક શુક-પોપટ પોતાની પ્રિયા સાથે બેઠો હતો. પ્રિયાએ તે શુકને કહ્યું કે- હે વલ્લભ ! હું કહું છું તે સાંભળો. આ દુઃખી થયેલા વહાણના લોકોને જોવા છતાં તમે નિરુદ્યમી થઈને કેમ બેસી રહ્યા છો? આવો પરોપકાર કરવાનો અવસર મળવો દુર્લભ છે. કહ્યું છે કે–પોતાના પ્રાણવડે પણ જે પરના પ્રાણનું રક્ષણ કરે છે તે શ્રેષ્ઠ ગણાય છે. જુઓ! લવણ પરના દોષની શાંતિ માટે પોતે અગ્નિમાં બળે છે. માટે તમે આ લોકો પાસેથી લેખ લખાવીને શીઘ જઈને સિંહલેશને આપો પછી બધું સારું થઈ જશે.” પ્રિયાએ આ પ્રમાણે કહેવાથી શુક તુરત જ ત્યાંથી ઊડીને વૃદ્ધાકુમારના ખોળામાં જઈને બેઠો. વૃદ્ધાકુમારે શુકીની વાત સાંભળી હતી તેથી તરત જ પોતાના દુઃખની હકીકતનો પત્ર લખીને તે શુકને ગળે બાંધ્યો. એટલે તેણે તરત જ ત્યાંથી ઊડીને તે પત્ર સિંહલેશની પાસે જઈને આપ્યો. તે પત્ર વાંચતાં તેમાં લખેલી હકીકત જાણીને સિંહલ રાજાએ તરત જ પહોદ્ધોષણા કરાવી કે જે કોઈ આ મહાવર્તમાં પડેલા પ્રવાહણને કાઢશે તેને દેવ સાક્ષીએ એક લક્ષ દ્રવ્ય આપવામાં આવશે,” આ ઉદ્ઘોષણા સાંભળીને કોઈ કલ્પવેત્તા પુરુષે તે પણ સ્વીકાર્યો. પછી હરણનું પુચ્છ લઈ છ મહિના સુધી તેને તેલમાં રાખી તે પુરુષ રાજાના આદેશથી તે પુચ્છ સહિત વૃદ્ધાકુમાર પાસે આવ્યો. ત્યાં દષ્ટિ કરતાં વૃદ્ધાકુમાર સિવાય બીજું કોઈ સાત્ત્વિક મનુષ્ય ન જણાવાથી તેણે તેને કલ્પશાસ્ત્રમાં કહ્યા પ્રમાણેનું બીલ બતાવ્યું. પછી તે પુચ્છ વૃદ્ધાકુમારને આપીને કલ્પશાસ્ત્રમાં કહેલો વિધિ સમજાવ્યો. તેનો મતબલ એ હતો કે–આ મૃગપુચ્છની દીપિકા કરીને સત્ત્વવંત પુરુષે બીલમાં પ્રવેશ કરવો. તેમાં કેટલેક દૂર જતાં એક ઉદ્યાન આવશે. ત્યાં સુંદર એવી વાવડીઓ તથા પ્રાસાદો છે. તે ઉદ્યાનના મધ્યમાં એક સુવર્ણમય શ્રેષ્ઠ જિનપ્રાસાદ છે. તેમાં બિરાજેલા શ્રી યુગાદિદેવને નમસ્કાર કરીને તેમની પૂજા કરવી. ત્યાર પછી તેના પૂર્વારમાં રહેલી એક મોટી ઘંટા છે તે પૂરતા જોરથી વગાડવી. તે ઘંટા વાગવાથી ત્યાં રહેલા બીજા બધા દેવાધિષ્ઠિત વાજીંત્રો એકસાથે સ્વયમેવ વાગશે, તેનો અત્યંત તીવ્ર નિર્દોષ સાંભળીને તેના ત્રાસથી ત્યાં રહેલા હજારો ભાડ પક્ષીઓ
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય ઉડશે. તેના પવનથી સમુદ્રનું જળ બહુ જ ઊછળશે. એટલે તેની પ્રેરણાથી આવર્તમાં પડેલું વહાણ તરત જ તેમાંથી બહાર નીકળી જશે અને સમુદ્રમાં પોતાને ઇચ્છિત માર્ગે ચાલવા લાગશે. હે વૃદ્ધાકુમાર ! આ કલ્પમાં કહેલી હકીકત મેં આપને કહી, હવે આપને યોગ્ય લાગે તેમ કરો.”
વૃદ્ધાકુમાર ઘણો સાહસિક અને સત્ત્વવંત હોવાથી તેની કહેલી વાત સાંભળીને તુરત જ મૃગપુચ્છની દીવી સળગાવીને ચાલ્યો અને તે પુરુષે બતાવેલા બીલમાં પ્રવેશ્યો. પછી તેણે બતાવ્યા પ્રમાણે બધું કર્યું, તેથી વહાણ આવર્તમાંથી નીકળી રસ્તે પડ્યું. અનુક્રમે તેઓ કલ્પજ્ઞપુરુષ સહિત સિંહલદ્વીપે આવ્યા. વૃદ્ધાકુમાર બીલમાં રહ્યો. રાજાએ “વૃદ્ધાકુમાર ક્યાં છે?” એમ પૂછતાં તેની હકીકત જાણવાથી તે કલ્પજ્ઞ પુરુષ ઉપર રાજા બહુ જ કોપાયમાન થયા. તેને કહ્યું કે–“અરે દુખ ! તે આ શું કર્યું? ખાસ વૃદ્ધાકુમારને જ ત્યાં રાખ્યો !” પછી તેને કજે કરીને રાજા દુખપૂર્વક કાળ પસાર કરવા લાગ્યો.
અહીં વૃદ્ધાકુમાર વાપિકામાં દેહ, વસ્ત્ર અને આત્માનું પ્રક્ષાલન કરીને પવિત્ર થઈ વનમાંથી સુંદર ફૂલો લાવીને દરરોજ ભક્તિપૂર્વક શ્રી યુગાદિદેવની પૂજા કરવા લાગ્યો. એક વખત ત્યાં એક કન્યા આવી. તે વૃદ્ધાકુમારને જોઈને તેણે પોતાની માતાને તે વાત જણાવી. તેણીએ પોતાના સ્વામીને તે વાત કહી. વિદ્યાધર તે વાત સાંભળીને તુરત જિનમંદિરે ગયો અને ત્યાંથી વૃદ્ધાકુમારને સન્માનપૂર્વક પોતાને મંદિરે લઈ આવ્યો. પછી સ્નાન ભોજન તેમજ વસ્ત્રાદિકથી તેનો સારી રીતે સત્કાર કર્યો, વિદ્યાધરની પ્રિયાએ એકાંતમાં વૃદ્ધાકુમારને કહ્યું કેતમને અમારી પુત્રી પરણાવવાની છે પરંતુ તેના કરમોચન સમયે તમે તમારા શ્વસુર પાસેથી દેવાધિષ્ઠિત આકાશગામી પલંગ છે તે માંગી લેજો. ત્યારબાદ વિદ્યાધરે કુમારને પોતાની પાસે બોલાવીને કહ્યું કે- હે કુમાર ! મને પૂર્વે એક નિમિત્તિયાએ કહ્યું હતું કે–અહીં એક સાહસિક અને રૂપવંત એવો કોઈ પુરુષ એકાકી આવશે, તે અહીં દેવાલયમાં જિનપૂજા કરીને પછી ત્યાં રહેલી ઘંટા વગાડશે. તે વૃદ્ધાકુમાર નામનો પુરુષ તમારી પુત્રીનો પતિ થશે.” આજે તે બધી વાત સાચી થઈ છે અને તે કારણે જ હું તમને અહીં લઈ આવ્યો છું. તો હવે હે મહાશય ! આનંદથી તમે મારી પુત્રીનું પાણિગ્રહણ કરો.” વૃદ્ધાકુમારે તેનું વચન માન્ય કર્યું. તેથી વિદ્યાધરે તેનો પાણિગ્રહણ મહોત્સવ કર્યો. કરમોચન પ્રસંગે અનેક સુર્વણરત્નાદિ આપ્યા. વૃદ્ધાકુમારે આકાશગામી પલંગ માંગ્યો, તે પણ તેણે આપ્યો.
પછી વૃદ્ધાકુમાર પોતાના સાર્થને મળવા જવા ઉત્સુક થયો, એટલે તેના શ્વસુર વિદ્યાધરે કહ્યું કે-“મારી મૂળસ્થિતિ તો વૈતાઢ્ય પર્વત ઉપર છે. અમારો ધન ભંડાર ત્યાં છે. અહીં તો સ્વલ્પ માત્ર ધન રાખીએ છીએ અને આ મનોહર મકાન માત્ર ક્રીડા કરવા માટે અહીં આવીએ ત્યારે રહેવા માટે બનાવ્યું છે. તેથી તમારે કોઈ અવસરે ત્યાં આવવું કે જેથી અમે વિદ્યા અને દ્રવ્યાદિવડે તમારો સારી રીતે સત્કાર કરશું.” આ વાતનો સ્વીકાર કરીને વૃદ્ધાકુમાર પ્રિયા સહિત પલંગ પર આરૂઢ થઈ શ્વસુરે આપેલું સુવર્ણરત્નાદિ લઈ આકાશમાર્ગે સિંહલદ્વીપ તરફ ચાલ્યો. ક્ષણમાત્રમાં તે ત્યાં પહોંચ્યો. વૃદ્ધાકુમારને આવેલ જોઈને સિંહલનૃપતિ હર્ષિત થયા પછી પેલા કલ્પજ્ઞ વણિકને કારાગૃહમાંથી છૂટો કર્યો અને કુમારના ગુણથી રંજીત થઈને તેનું દાણ છોડી દીધું.
Page #126
--------------------------------------------------------------------------
________________
પંચમ પલ્લવઃ
૧૦૭
રાજાએ બીલમાં પ્રવેશ કર્યા પછીની હકીકત પૂછી તેથી તેણે ત્યારપછીનું પોતાનું બધું સ્વરૂપ કહી સંભળાવ્યું. તે સાંભળીને રાજાએ વૃદ્ધાકુમારને મહાભાગ્યશાળી જાણીને તેણે પોતાની પુત્રી કપૂરમંજરી સાથે તેનો વિવાહ કર્યો. તે વખતે પણ મહાન ઉત્સવ થયો. રાજાએ કરમોચન પ્રસંગે પુષ્કળ દ્રવ્ય આપ્યું. કેટલાક દિવસ ત્યાં આનંદમાં રહ્યા પછી વૃદ્ધાકુમારે સિંહલપતિને કહ્યું કેજો આપની આજ્ઞા હોય તો હું મારે નગરે જવા ઈચ્છું છું.”
રાજાએ આજ્ઞા આપવાથી વૃદ્ધાકુમાર બે પત્ની સહિત પલંગ પર બેસી આકાશમાર્ગે પોતાના નગર તરફ ચાલ્યો અને વહાણ કરિયાણાથી ભરીને બીજા વણિકો સમુદ્રમાર્ગે ચાલ્યા. સાથે ચાલતાં બીજે દિવસે વૃદ્ધાકુમારે વહાણમાં બેઠેલા વણિકોને કહ્યું કે- હું વૈતાઢ્ય પર્વત ઉપર જવા ઇચ્છું છું, ત્યાંથી તમે આપણે નગરે પહોંચશો તે વખતે હું પણ પહોંચીશ.' એમ કહીને તે પલંગ સાથે વૈતાઢ્ય તરફ ચાલ્યો.
વિમાનની જેમ શય્યા ઉપર બેસી વૈતાઢ્યમાં જઈ તેના શ્વસુરને મળ્યો. તેઓએ તેનું બહુમાન કર્યું અને બીજા વિદ્યાધરોએ અનેક કન્યાઓ તેને આપી. સ્નેહથી પ્રસ્તૃરિત મનથી પુષ્કળ મણિમુક્તાફળ વગેરે પણ આપ્યું. પછી સાધનાથી સિદ્ધ કરેલી અનેક વિદ્યા તેને આપી. એ પ્રમાણે શ્રેષ્ઠ વસ્તુઓની પ્રાપ્તિથી હર્ષિત થઈને તેણે પોતાને નગરે જવાની રજા માગી. તેથી વિદ્યાધરોએ વિમાન રચ્યું એટલે અનેક વિદ્યાધરો સાથે તેમાં બેસીને તે પોતાના નગરે પહોંચ્યો અને બહુ કન્યાઓ તથા પુષ્કળ લક્ષ્મીસહિત તેણે પોતાના ઘરે પ્રવેશ કર્યો. તેને આવી રીતે આવેલો જોઈ તેના માતાપિતા અત્યંત હર્ષિત થયા. પછી વૃદ્ધાકુમારે સાથે આવેલ વિદ્યાધરોનો સત્કાર કરીને તેમને રજા આપી. અનુક્રમે વહાણ પણ ત્યાં આવ્યું. તેમાં રહેલ દ્રવ્ય જેનું હતું તેને આપીને પોતાનું પોતે ગ્રહણ કર્યું અને સુખેથી કાળ પસાર કરવા લાગ્યો. “પુણ્યવંતને શું દુષ્કર છે ?”
એક વખત તે નગરીના ઉદ્યાનમાં જ્ઞાની ગુરુભગવંત પધાર્યા. તે સાંભળીને વૃદ્ધાકુમાર પિતાની સાથે ગુરુમહારાજને વંદન કરવા આવ્યો. ગુરુભગવંતે ધર્મોપદેશ આપ્યો. તે સાંભળ્યા પછી વૃદ્ધાકુમાંરના પિતા જિનદાસે ગુરુભગવંતને પૂછ્યું કે–‘વૃદ્ધાકુમારે પૂર્વભવમાં શું પુણ્ય કર્યું હતું કે જેથી તે પત્ની તરીકે વિદ્યાધરીઓને પામ્યો અને તેને પુષ્કળ દ્રવ્યની પ્રાપ્તિ થઈ ?”
ગુરુભગવંતે કહ્યું કે-“આ વૃદ્ધાકુમાર પૂર્વભવમાં તમારે ત્યાં નોકર હતો. તમારે શરીરે કોઈ વ્યાધિ ઉત્પન્ન થવાથી તમે દેવપૂજન કરવા પણ અસમર્થ થઈ ગયા. તે જાણીને તે સેવકે કહ્યું કે : “હે તાત ! જો આપની આજ્ઞા હોય તો હું આપનાવતી જિનપૂજા કરું. હું તમારો સેવક છું. તેથી આપ જે પ્રમાણે કરતા હતા તે પ્રમાણે હું કરી શકીશ. માટે મને આજ્ઞા આપો.” તમારા કહેવાથી સેવક જિનપૂજા કરવા લાગ્યો. તે દિવસથી તમારી પ્રિયા સારા વિચારવાની હોવાથી તે કર્મકર ઉપર પુત્રવત્ પ્રેમ ધરાવવા લાગી અને તેનું હિત કરવા લાગી. અનુક્રમે તમે સ્વસ્થ થયા અને પુનઃ જિનપૂજા કરવા લાગ્યા. ત્યારથી તે કર્મકર દિવસે દિવસે શરીરે ક્ષીણ થવા લાગ્યો. એક દિવસ તમે તેને પૂછ્યું કે “હે વત્સ ! તારું શરીર કેમ ક્ષીણ થતું જાય છે? શું તને કોઈ વ્યાધિ પીડા કરે છે ?” ત્યારે તે બોલ્યો કે– હે તાત ! મારે શરીરે કોઈ પ્રકારની બાધા
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રી ધર્મલ્પદ્રુમ મહાકાવ્ય નથી, પરંતુ આપે જિનપૂજા કરવા માંડી ત્યારથી હું કરી શકતો નથી. તે કારણથી મારા ચિત્તમાં ખૂબ અરતિ રહ્યા કરે છે. તેથી હું ક્ષીણ થાઉં છું.” તે સાંભળીને તમે કહ્યું કે–“હે વત્સ! તું પણ ખુશીથી જિનપૂજા કર.” પછી તે દરરોજ ઘણા ભાવપૂર્વક જિનપૂજા કરવા લાગ્યો. તમે પણ તેને પુત્રવત્ માનવા લાગ્યા. અનુક્રમે કાળયોગે શૂળની વ્યાધિથી તે સેવક અકસ્માત મરણ પામ્યો અને પુણ્યયોગથી તમારે ત્યાં જ પુત્રપણે ઉત્પન્ન થયો.
આ પ્રમાણે પોતાનું પૂર્વ વૃત્તાંત સાંભળીને વૃદ્ધાકુમારને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. અને ગુરુભગવંતે કહેલું સર્વ વ્યતિકર તથારૂપે જાણ્યું. તેમજ આ બધું જિનાર્ચનનું ફળ છે એમ પણ નિશ્ચય થયો. પછી તે ગુરુમહારાજને વંદન કરી પોતાના પિતાની સાથે ઘરે આવ્યો. અનુક્રમે વૃદ્ધાકુમાર તે નગરનો રાજા થયો અને જિનપૂજાદિ તેમજ દાનાદિ અનેક પ્રકારના ધર્મકાર્ય વિશેષ પ્રકારે કરવા લાગ્યો. આવી રીતે ઘણા વર્ષો પર્યત ધર્મારાધન સાથે રાજ્યની પ્રતિપાલના કરી. પ્રાંતે ગુરુમહારાજ પાસે ચારિત્ર લઈને મોક્ષલક્ષ્મીનું ભાજન થયો. શ્રીજિનેશ્વરની પૂજા કલ્યાણ કરે છે. દુરિતને હરે છે, લક્ષ્મીની વૃદ્ધિ કરે છે, પુણ્યનો સંચય કરે છે, માન્યપણું ઉપજાવે છે અને કર્મશત્રુને હણે છે. આ પ્રમાણે જિનપૂજા અનેક પ્રકારના સુખ આપનારી થાય છે.”
“હે રત્નપાળ રાજા ! તમે નિરંતર એકાગ્રચિત્તે જિનપૂજન કરો કે જેથી મહાસૌખ્યનું ભાજન થાઓ.” આ પ્રમાણે જિનપૂજાનું ફળ સાંભળીને ઘણા ભવ્ય પ્રાણીઓ હર્ષિત થયા અને તેઓએ ગુરુભગવંત પાસે જિનાર્ચન કરવાનો નિયમ ગ્રહણ કર્યો. પછી રત્નપાળ રાજા ગુરુવંદન કરીને પોતાને સ્થાને આવ્યો અને ગુરુમહારાજાએ અન્ય ભવ્ય જીવોને પ્રતિબોધ આપવા માટે અન્યત્ર વિહાર કર્યો.
હવે રત્નપાળ રાજા તે દિવસથી વિશેષ પ્રકારે જિનપૂજા કરવા લાગ્યો. તે સાથે બીજા પણ ધર્મકાર્યો કરવા લાગ્યો. એક વખત ગ્રીષ્મકાળે જળક્રીડા કરવા માટે તે ગંગા કિનારે ગયો અને એકલાએજ નાવડીમાં બેસીને ગંગા પ્રવેશ કર્યો. તેને ક્રીડા કરતા જે અકસ્માત બનાવ બન્યો તે સાંભળોઃ
અકસ્માતુ મહા બળવાનું પવન વાવા લાગ્યો અને તે પવનથી ઉછળતી નાવડી એકદમ જલ્દી ચાલી. નાવડીના શીઘગમનથી રત્નપાળ રાજાએ અનેક નગર દ્વીપ, પર્વતો અને વૃક્ષો જોયા. એમ કરતાં કરતાં એક મુહૂર્તમાં તો તે નાવડી પૂર્વ સમુદ્ર સુધી પહોંચી ગઈ. પરંતુ ત્યાં કિનારો આવવાથી નાવડી સ્વયમેવ ઊભી રહી. તેથી રાજા સ્વસ્થ થયા અને નાવડીમાંથી ઉતરીને કિનારા ઉપર ગયા ત્યાં એક પુરુષ શીવ્રતાથી તેની પાસે આવ્યો અને બોલ્યો કે–“હે મહારાજ ! તમે જરા પણ વિષાદ કરશો નહીં, તમે અહીં દૂર વિદેશમાં આવ્યો છો પણ તમારું કંઈ પણ અશ્રેય થયું નથી. તમે મનમાં એમ ના વિચારશો કે હું અહીં ગામની સીમ, જન, જનપદ વગેરે કંઈપણ જાણતો નથી. તો હું શું કરીશ? અને ક્યાં જઈશ ? કારણકે તમારું તો સર્વદા સર્વત્ર સર્વ પ્રકારે શુભ જ થવાનું છે. હું તમારો સહાયભૂત છું. તમારું હિત કરનારો છું. જેથી પરિણામે તમારું સર્વ પ્રકારે શ્રેય જ થશે. હે સુંદર ! હું તમને એક વાત કહું તે સ્વસ્થ થઈને સાંભળો કે જે સાંભળવાથી તમારા ચિત્તને ઘણું આશ્વાસન મળશે.
Page #128
--------------------------------------------------------------------------
________________
પંચમ પલ્લવર
૧૦૯ * * આ પૂર્વસમુદ્રના પ્રદેશમાં રત્નપુર નામનું નગર છે. અહીંની ભૂમિ સ્વર્ગલોક જેવી સર્વને સુખ આપનારી છે. અહીં મહાસેન નામે રાજા રાજય કરે છે. તે દશે દિશામાં પ્રસિદ્ધ છે. પૂર્વ દિશાના દેશોનો સ્વામી છે અને સુવર્ણસમાન કાંતિવાળો છે. તે રાજાને પ્રેમવાળી, સારી સ્ત્રીઓમાં શિરોમણિ પાંચ હજાર સ્ત્રીઓમાં મુખ્ય અને દક્ષ એવી પ્રેમવતી નામે પટ્ટરાણી છે આ રાજાની પાસે દશક્રોડ નગર, ગામ અને પુર છે. દશ લાખ હાથી છે. દશ લાખ રથો છે. વીશ કોડ પાયદળ છે. ત્રીસ લાખ ઘોડાઓ છે, ભંડારમાં ગણી ન શકાય તેટલું દ્રવ્ય છે. પણ ખામી માત્ર એક છે કે તેને કુળ અને રાજયની ધુરાને ધારણા કરનાર પુત્ર નથી. પુત્રપ્રાપ્તિ માટે રાજાએ અનેક ઉપાયો કર્યા પરંતુ પૂર્વકર્મના વિપાકથી તેને પુત્ર થયો નહીં. મણિ, મંત્ર, ઔષધિ, યંત્ર, દેવોની આરાધના–એ સર્વ પુણ્યનો યોગ હોય તો જ ફળે છે. તે વિના નિષ્ફલ થાય છે. “મોટું પહોળું કરીને દાંત બતાવતો, હાસ્ય કરતો, કાલું કાલું બોલતો, રમણીય વચનો સંભળાવતો, ખોળામાં રમતો અને આનંદ કરતો બાળક પોતાના પગની રજવડે જેના ખોળાને ધૂલીધૂસર કરે છે એવા પુત્રની માતાને ધન્ય છે.” “વંધ્યપણુ, બાળરંડાપણું, મૂકપણું, અંગનું તીનપણું, કુષ્ટ અને પાંડુરોગીપણું એ સર્વ પાપના યોગથી પ્રાપ્ત થાય છે.”
રાજાએ સંતાન પ્રાપ્તિ માટે અનેક પ્રકારના પુણ્ય કાર્યો આરંભ્યા અને દરરોજ અનેક દુઃખી તેમજ દીનજનોને દાન આપવા લાગ્યો. દેવપૂજા કરવા લાગ્યો. વિશેષ કરીને સુપાત્રને દાન આપવા લાગ્યો. આ પ્રમાણે કરતાં તેનું અંતરાયકર્મ કંઈક પાતળું પડ્યું. અનુક્રમે તે રાજાની પટ્ટરાણી પ્રેમવતી સગર્ભા થઈ. જેથી રાજા, રાણી અને પ્રજાજનો અત્યંત હર્ષિત થયા. ગર્ભસ્થિતિ પૂર્ણ થતા રાણીએ બે પુત્રીને જન્મ આપ્યો. રાજાએ બહુ હર્ષ પામીને તેની વધામણી આપી તેમજ જન્મમહોત્સવ કર્યો. રાજા સંતાન વિનાનો હતો તેથી પુત્રીઓ થવાથી પણ તેને અરેણ્યમાં જળની પ્રાપ્તિ થવાથી તૃષાર્ત મનુષ્યને જેટલો આનંદ થાય તે કરતાં વધુ આનંદ થયો. જેમ વૃક્ષ વિનાના ગામમાં એરંડો પણ મહાવૃક્ષ ગણાય છે, તેમ પુત્ર વિનાના રાજાને પુત્રીનો જન્મ પણ સો પુત્રના જન્મ જેવો ઈષ્ટ લાગ્યો. બન્ને પુત્રીઓનો જન્મમહોત્સવ કર્યા બાદ યોગ્ય સમયે તેના કનકમંજરી ને ગુણમંજરી એ પ્રમાણે નામ પાડ્યા. શુક્લપક્ષમાં જેમ ચંદ્ર વૃદ્ધિ પામે તેમ દાસીઓવડે લાલનપાલન કરાતી તે બન્ને કન્યાઓ વૃદ્ધિ પામવા લાગી. બુદ્ધિગુણવાળી તે બને કન્યાઓને સર્વ કળાઓ શીખવવામાં આવી. અનુક્રમે તે રૂપલાવણ્યના મંદિરરૂપ તરૂણાવસ્થાને પામી. નેત્રને આનંદ આપનારી તે બે પુત્રીને જોઈને રાજા તેના વિવાહને માટે ચિંતા કરવા લાગ્યો, તેવામાં અકસ્માત્ શું બન્યું તે સાંભળો :
- એક પુત્રી ઝરતાકુષ્ઠવાળી થઈ ગઈ અને બીજી પુત્રી અંધ થઈ ગઈ. તે જોઈને દુઃખના પુરથી પ્લાવિત થયેલો રાજા વિચારવા લાગ્યો કે-“અહો ! આ બન્ને પુત્રીઓને અકસ્માતુ આ શું થઈ ગયું ? દૈવે આ કન્યારત્નને દૂષિત કરી નાંખ્યા. આ બાબત અંગે કોને પૂછું અને શું કરું?” આ પ્રમાણે દુઃખને ધારણ કરતો રાજા રાજયની ચિંતાથી પણ વિમુખ થયો. તેટલામાં પ્રધાનપુરુષોએ તેમને વિનયપૂર્વક કહ્યું કે-“હે રાજન્ વિષાદ શા માટે કરો છો ? વિષાદ કરવાથી કંઈ થતું નથી. કર્મની ગતિ વિષમ છે. દૈવને ઉપાલંભ દેવાથી પણ શું? મનને મજબૂત કરો અને અનેક વૈદ્યોને બોલાવીને તેઓ કહે તેમ આ રોગની શાંતિને માટે વિવિધ પ્રકારની
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય ચિકિત્સા કરાવો. આ બાબતમાં પ્રમાદ ન કરો, કારણ કે ઋણ, રિપુ અને રોગનો ઉગતા જ છેદ કરવો જોઈએ. જેઓ તે બાબતમાં પ્રમાદ કરે છે તે પાછળથી પસ્તાય છે વિનાશ પામે છે, એ સંશય વિનાની વાત છે.”
આ પ્રમાણે પ્રધાનોની વચનશ્રેણિને હૃદયમાં ધારણ કરીને સ્વસ્થ મનવાળા થઈને રાજાએ તરત જ પોતાના સેવકોને વિચક્ષણ એવા વૈદ્યને બોલાવી લાવવાની આજ્ઞા કરી. રાજાની આજ્ઞા થતાં સેવકોના બોલાવવાથી અનેક વૈદ્યો ત્યાં આવ્યા અને તેમણે પરસ્પર વાતચીત કરીને તે બને કન્યાઓની અનેક પ્રકારે ચિકિત્સા કરી. અનેક પ્રકારના ઉપચારો કર્યા પણ તે બધા ઉપાયો નિષ્ફળ ગયા, તેનાથી કોઈ પ્રકારનો લાભ ન થયો, તેથી રાજાએ મંત્ર, યંત્ર ગૃહાદિકની શાંતિ, પૂજા, પૃચ્છા, બળી, હોમ વિદ્યાને તથા અનેક પ્રકારના શાંતિક પૌષ્ટિક કર્મ કર્યા અને કરાવ્યા છતાં પણ તે સર્વ નિરર્થક બન્યા. એટલે રાજા પરિવાર સહિત નિરાશ થઈ ગયો.
આ દુઃખને લીધે પોતાના આત્માને અધન્ય માનતો રાજા રાણી સહિત અનેક પ્રકારના વિલાપ કરતો આ પ્રમાણે બોલ્યો કે–પૂર્વજન્મમાં અમે તેમજ આ પુત્રીઓએ એવું શું દારૂણ પાપકર્મ કર્યું હશે કે જેથી આવા દુઃખના ભાજન થયા? શું બાળકોને માતાના ખોળામાંથી ખેંચી લઈને વિયોગ કરાવ્યો હશે ? શું મુનિવર્ગને મહાન્ ઉપસર્ગ કર્યા હશે ? અથવા ગાયોના વાછરડાને દૂધ પીતાં છોડાવ્યાં હશે ? કે સરોવરનું શોષણ કરાવ્યું હશે ? અથવા વનમાં દાવાનળ પ્રગટ કર્યો હશે ? શું કર્યું હશે ? કાંઈ સમજાતું નથી.” આ પ્રમાણે રાજા દિનપ્રતિદિન વિશેષ વિશેષ શોક કરવા લાગ્યો અને આખું રાજકુળ દુ:ખી થયું. '
તે બન્ને રાજપુત્રીઓ દુઃખ સહન ન થવાથી મરવા માટે તૈયાર થઈ. કારણ કે–જેણે પ્રથમ સુખ ભોગવ્યું છે તે પાછળથી આવું દુઃખ ભોગવી શકતા નથી,” તે પુત્રીઓ વિચારે છે કે જેમનું શરીર સરોગી છે તેમનો જન્મ અને જીવિત નિષ્ફળ છે. તેઓ જીવતાં છતાં પણ મૃતતુલ્ય છે કારણકે તેમની લોકોમાં પણ અનેક પ્રકારની ગહ થાય છે. એક દિવસ તે બન્ને પુત્રીઓએ રાજા પાસે જઈને કહ્યું કે અમારે માટે કાષ્ટભક્ષણ કરવાની તૈયારી કરાવો. અર્થાત ચિત્તા કરાવો. અમારે આ રાજયસુખથી શું અને આ જીવિતથી શું? કારણકે શરીરે આવો વ્યાધિ ભોગવવા કરતાં મરણ પામવું તે જ શ્રેષ્ઠ છે.”
તે સાંભળીને રાજા વિચારવા લાગ્યો કે હા હા ! આ શું થયું? આખા જગતને અકાળે દુઃખ આપનારા વક્ર એવા દેવને ધિક્કાર છે ! મને આ પુત્રીઓ ઉપર અત્યંત મોહ છે, હું તેના વિના જીવી શકુ એમ નથી અને મારા વિના મારી પ્રિયા જીવી શકે તેમ નથી. આ તો અકાળે આખા કુટુંબનો વિનાશ પ્રાપ્ત થયો. આ રાજ્યથી, ભંડારથી નગરોથી અને પત્તનોથી, મને શો લાભ ! બધું નકામું છે. આ હાથીઓથી, ઘોડાથી, રથોથી, પાયદળથી, અંતઃપુરોથી અને ઘણા મંત્રીઓથી શું? અત્યારે તે બધા નિરૂપયોગી થઈ પડ્યા છે. એક પુત્ર વિના આ બધું નિરર્થક છે. અત્યારે તો પુત્રીઓની સાથે મારે પણ મરણ પામવું તે જ યોગ્ય લાગે છે” આ પ્રમાણે વિચારીને રાજા પણ મરવા માટે તૈયાર થયો અને મંત્રીઓને બોલાવીને તેણે પોતાનો વિચાર જણાવ્યો. તેથી મંત્રીઓ બોલ્યા કે–“હે સ્વામિનું ! આવું અઘટિત બોલો નહીં, કારણ કે હે
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૧ પંચમ પલ્લવઃ વિશ્વનાયક ! આ સમગ્ર રાજ્ય તમારે આધારે છે. હે નાથ ! તમારા વિના શૂન્ય એવું રાજય શી રીતે ટકી શકે ? વળી તમારા વિના અમારું નિરોગીપણું પણ સર્વથા અયોગ્ય થઈ પડે, માટે તમારે આવું વચન તો બોલવું જ નહિં.
રાજાએ કહ્યું કે– હે મંત્રીઓ ! અનેક પ્રકારની ચિકિત્સા કરવા છતાં પણ આ પુત્રીઓને વ્યાધિ નાશ થયો નથી. તેથી તે વ્યાધિના દુઃખથી પીડિત પુત્રીઓ મૃત્યુ પામવા ઇચ્છે છે. વળી મારે એક પણ પુત્ર નથી તો આ દુઃખ હું શી રીતે સહન કરું ? મુખ્યમંત્રી બોલ્યા કે– હે સ્વામી ! હું કહું છું તે સાંભળો. પુત્રીના રોગની શાંતિ માટે આપણા રાજ્યની રક્ષા કરનારી શક્તિને તમે આરાધો. તમારા પૂર્ણ સદ્દભાવથી તે ભક્તવત્સલ દેવી જયારે તમારી ઉપર તુષ્ટમાનું થશે ત્યારે તે પુત્રીના રોગનો નાશ કરશે અથવા તેનો ઉપાય બતાવીને તમારા કાર્યની સિદ્ધિ કરશે. વળી હે રાજન્ ! મારું એક વચન સાંભળો, દુઃખ આવે ત્યારે સ્ત્રીજનને ઉચિત એવું મરણને શરણ ઇચ્છવું તે કાયરનું કામ છે, બીજાનું નહીં. “સંપત્તિમાં જેને હર્ષ નથી, વિપત્તિમાં જેને વિષાદ નથી અને રણમાં ધરપણું છે એવા ત્રણભુવનના તિલકરૂપ પુત્રને તો કોઈ વિરલ માતા જ જન્મ આપે છે.” જે પુરુષો સત્યથી સંયુક્ત છે, સર્વ કાર્યમાં વિચક્ષણ છે અને કષ્ટ પ્રાપ્ત થતાં પણ અકાર્ય જેઓ કરતા નથી, એવા ઉત્તમ પુરુષોથી જ આ પૃથ્વી શોભે છે.” વળી કાયર થવાથી અને મૃત્યુ પામવાથી કાંઈ દુઃખનો નાશ થતો નથી. માટે હે નાથ ! તમે સ્થિર ચિત્તવાળા થઈને ગોત્રદેવીનું આરાધન કરો, કાયરપણું તજી ઘો અને હૃદયમાં ધૈર્યતાને ધારણ કરો.”
આ પ્રમાણેના મંત્રીના વચનો સાંભળીને રાજાએ વિચાર્યું કે–“આ મંત્રી હંમેશા મારો હિતચિંતક છે, તેથી તેણે અત્યારે મને સાચો ઉપાય બતાવ્યો છે. આ પ્રમાણે વિચારી હર્ષમાં આવીને રાજા બોલ્યો કે– હે મંત્રી ! તારું કહેવું શક્ય છે.” માટે હું ગોત્રજ દેવીનું આરાધન કરું તેમાં તું મારો સાનિધ્યકારી થજે કે જેથી મને કોઈપણ પ્રકારનો ક્ષોભ થાય નહીં. સમર્થ અને તેજસ્વી પણ સહાય વિના કાર્ય કરી શકતા નથી. જુઓ ! પવનની સહાય વિના અગ્નિ વૃદ્ધિ પામતો નથી, પણ ઠરી જાય છે, માટે તારે મને આદરપૂર્વક સહાય કરવી. હવે તું સત્વર તેના આરાધનની સામગ્રી તૈયાર કરાવ.” આ પ્રમાણે મુખ્યમંત્રીને કહીને જુદા જુદા મંત્રીને યોગ્ય રીતે જુદી જુદી શિક્ષા આપીને રાજા પવિત્ર થઈ શુભ વસ્ત્ર ધારણ કરી કુળદેવતાના સ્થાનમાં આવ્યો. ત્યાં નિશ્ચળ મનથી શુભ ધ્યાનમાં તત્પર થઈ આહાર નિદ્રા વગેરેનો ત્યાગ કરી નિશ્ચળ થઈને બેઠો. તે વખતે રાજા મહાધ્યાની, મહામૌની માનમાયા વિનાના અને સ્થિરચિત્તવાળા કોઈ મુનીન્દ્રની સ્થિતિને પામ્યો. અમાત્ય પણ સ્થિર ચિત્તવાળો થઈને તેની પાસે બેઠો અને કપૂર, અગરુ અને કસ્તૂરી વગેરે સુગંધી દ્રવ્યોનો ભોગ આપવા લાગ્યો અર્થાત્ એવી સુગંધી વસ્તુનો ધૂપ કરવા લાગ્યો. જાપ, હોમ અને બલી આપીને તેમજ છેવટે પૂર્ણ આહૂતિ આપીને પછી રાજા દેવીને નમીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો.
હે આદ્યશક્તિ ! તમને અમારા નમસ્કાર થાઓ. હે વિશ્વના વિબસમૂહને હરનારી ! તમે વિશ્વનું પાલન કરનારી છો અને ભક્તજનોને સિદ્ધિ આપનારી છો, સર્વજ્ઞ છો, સર્વગત છો, સર્વ કલ્યાણકારી છો, તમે એક હોવા છતાં સર્વજીવોના દેહમાં જુદા જુદા રૂપે રહેલી છો.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય સર્વ ઇન્દ્રિયોની અધિષ્ઠાતા તમે જ છો. અણિમાદિ લબ્ધિઓની પ્રાપ્તિમાં તમે એક જ કારણ છો, તમે તુષ્ટમાનું થતા મહારાજ્યને આપો છો. પાદલેપ તેમજ અંજનાદિ, નિધાન, ઔષધિઓ, ધાતુઓ અને ઇચ્છિત આપનારી ગુટિકા વગેરે તમારા પ્રસાદથી પ્રાપ્ત થાય છે તેમજ સિદ્ધ થાય છે, ચિંતામણિ, કલ્પવૃક્ષ, કામધેનુ, કામઘટ એ બધા તમારા મહાભ્યથી જ વાંછિતને પૂરે છે. પરસૈન્યને ક્ષોભ પમાડવો, સ્વસૈન્યનું રક્ષણ કરવું અને પરશસ્ત્રનું અલન કરવું–આ બધું કાર્ય તમારો ઉપાસક જ કરી શકે છે. યોગીઓને યોગની પ્રાપ્તિ કરાવનારી, જ્ઞાનેચ્છને જ્ઞાન આપનારી અને વંધ્યાને પુત્ર આપનારી તમે જ છો. અતીત, અનાગત અને વર્તમાનનું જ્ઞાન, ઉપદ્રવોનું શમન, ગ્રહોનો નિગ્રહ, દુષ્ટોનું ઉત્થાપન અને આર્ત મનુષ્યોની પીડાનો નાશ–ઇત્યાદિ જે કાંઈ બની શકે છે તે સર્વ તમારા આશ્રયથી જ બને છે.”
આ પ્રમાણે સાત દિવસ સુધી અહનિશ સ્તવના કરવાથી સાતમી રાત્રિએ દિવ્યરૂપ ધારણ કરનારી તે દેવી આકાશમાં પ્રત્યક્ષ થઈ. તેને જોઈને પ્રફુલ્લિત નેત્રકમળવાળો રાજા પ્રણામ કરી હાથ જોડીને બોલ્યો કે-“આજે આપના દર્શનથી મારો જન્મ, મારો તપ અને મારું ધ્યાન સફળ થયું છે. હે દેવી! ઘણું કહેવાથી શું? સારભૂત એવું મારું એક વચન સાંભળો. મારું વાંછિત મને આપો અને વ્યગ્ર એવા મને સ્વસ્થ કરો. રાજાના વચનામૃતથી સંતૃપ્ત થયેલી દેવી બોલી કે–“હે મહાસત્યવાનું રાજેંદ્ર ! સાંભળો ! તમે જે એકાગ્ર ચિત્તે મારી ભક્તિ સ્વશક્તિ અનુસાર કરી છે, તેથી હું તમારી ઉપર તુષ્ટમાનું થઈ છું અને તમારા દુઃખનું નિવારણ કરવા ઇચ્છું છું. તમે કહો કે તમે ક્યા કાર્ય માટે મને યાદ કરી છે ? બાકી એક વાત કહી દઉં છું કે વિધાતા તુષ્ટમાનું થઈ જાય તો પણ તારા ભાગ્યમાં પુત્ર ન હોવાથી તે દઈ શકે તેમ નથી. પૂર્વે ઉપાર્જન કરેલું કર્મ જ્યારે ફળોદયની સ્થિતિમાં આવે છે ત્યારે સુરાસુરો પણ કોઈ પ્રકારે તેનું નિવારણ કરી શકતા નથી. જેણે પશુ પંખી અને મનુષ્યોના બાળકોનો વિયોગ કરાવવા દ્વારા પાપ બાંધ્યું હોય છે તે પ્રાણી અપત્ય વિનાના જ થાય છે અને પુત્ર થાય છે તો તેનો વિયોગ થાય છે—અથવા નાશ પામે છે. જે પુણ્યાત્મા દયાયુક્ત ચિત્તે ગાયો તથા ભેસોના વાછરડાઓને પાળે છે તેને પુત્રો થાય છે, માટે હે રાજન્ ! તમે પુત્રપ્રાપ્તિની વાત સિવાય બીજું કાંઈ કાર્ય હોય તો તે મને કહો કે જેથી તેનો પ્રત્યુત્તર હું તરત જ આપું.”
આ પ્રમાણેના દેવીના વચનો સાંભળીને રાજા બોલ્યો કે– હે દેવી ! મારે બે પુત્રીઓ છે, પણ કર્મયોગે તેમાંથી એક કુષ્ટી છે અને એક અંધ છે. તેથી તેના નિવારણ માટે જો તમે મારા પર તુષ્ટમાનું થઈ શકો તો દિવ્ય ઔષધ, દિવ્ય રસ કે અંજન આપો કે જેથી તેના રોગનો ક્ષય થાય.”
રાજાના આવા વચનો સાંભળીને દેવી આકાશમાં રહીને બોલી કે–“રાજા વગેરે છે પ્રજાજનો ! તમે મારું વચન સાંભળો.” દેવીના આવા વચનથી સર્વ લોકો સ્વસ્થ ચિત્તે કાન દઈને અમોઘ એવી તેની વાણી સાંભળવા તત્પર થઈ ગયા. દેવીએ કહ્યું કે-“આ બન્ને કન્યાઓના વ્યાધિને દૂર કરે તેવો સત્ય ઉપાય હું કહું છું. પાટલીપુર નગરના જળક્રીડા કરતા એવા રાજા રત્નપાળને હું સવારે નદી માર્ગે અહીં લઈ આવીશ. તેનું સન્માન કરીને તમારે તેને મહોત્સવપૂર્વક નગરમાં લઈ આવવો, બહુમાન આપવું અને પછી તમારું કાર્ય તેને કહેવું. હે
Page #132
--------------------------------------------------------------------------
________________
પંચમ પલ્લવઃ
૧૧૩
રાજન્ ! તમારી બન્ને કન્યાને તે રોગરહિત કરશે અને પૂર્વજન્મના સ્નેહથી તે બન્ને કન્યાનો ભર્તાર થશે.”
આ પ્રમાણે કહીને દેવી તરત જ અદૃશ્ય થઈ ગઈ, તેના વચનોથી લોકો ખુશ થયા અને મંત્રીઓ વિશેષ રાજી થયા. રાજા રાણી અને બે કન્યાઓ રોગશાંતિની હકીકત સાંભળીને વર્ષાના આગમનથી મોર હર્ષ પામે તેમ અત્યંત હર્ષિત બની. પછી રાજાએ દેવીનું ધ્યાન સમાપ્ત કરી પરિવાર સહિત તપનું પારણું કર્યું.
મનુષ્યરૂપે રહેલ દેવી રત્નપાળ રાજાને બે કન્યાઓ સંબંધી ઉપર પ્રમાણે કથા કહીને કહે છે કે—‘હું તમને પવનપ્રેરિત નાવવડે કરીને બહુ દૂર લઈ આવી છું. અહીંથી તમારું નગર છસો યોજન દૂર છે. અહીંનાં રાજ્યની હું અધિષ્ઠાયિકા દેવી છું. તમને પૂર્વોક્ત સંબંધ જણાવવા માટે હું પુરુષરૂપે તમારી પાસે આવી છું, તો હવે તમે બન્ને કન્યાઓની વ્યાધિ દૂર કરીને તેમની સાથે પાણિગ્રહણ કરો. હું તમારી સહાયકારી છું. તમને છેતરનારી નથી. હે રાજન્ ! પૂર્વના પુણ્યથી જ દેવદર્શનની પ્રાપ્તિ થાય છે, તેમજ ભાગ્ય વિના દેવો મનુષ્ય ઉપર તુષ્ટમાન પણ થતા નથી. કહ્યું છે કે—દિવસે વિદ્યુત્ થાય તે અમોઘ, રાત્રિનો ગર્જારવ અમોઘ, સજ્જનોની વાણી. અમોઘ અને દેવનું દર્શન અમોઘ હોય છે.' ‘હે ભૂપ ! તમારે યત્કિંચિત્ પણ ભય રાખવો નહીં અને હું ક્યાં આ પરભૂમિમાં આવી પડ્યો એવી ચિંતા પણ કરવી નહીં. તમારે કાંઈપણ કાર્ય હોય તો મને યાદ કરવી. તમારા પુણ્યપ્રભાવથી હું તુરત જ આવીશ અને બધું સારું થશે અર્થાત્ હું તમારું સર્વ શ્રેય કરીશ તમારે કાંઈપણ અરિત ન કરવી અને આ બધું મેં કર્યું છે એમ તમારે કહેવું. એમાં જ તમારું ભાવિહિત રહેલું છે. મારા ખબર આપવાથી હમણાં જ ઉત્સાહિત થઈને અહીંના રાજા વગેરે તમને લઈ જવા માટે તમારી સામે આવશે. તેમના આમંત્રણથી તમારે તેમની સાથે તુરત જ જવું. તેમાં કાંઈ જ વિચાર કરવો નહિ ભાવિમાં તમારું સર્વ પ્રકારે હિત થવાનું જ છે એમ સમજવું. કારણકે દેવવાણી અન્યથા થતી નથી.”
આ પ્રમાણેની દેવીએ કહેલી સર્વ હકીકત સાંભળીને રત્નપાળ રાજાએ કહ્યું કે—‘હે દેવી ! તમે કહ્યું તે તો બરાબર પણ મારે તે બન્ને કન્યોને નિરોગી શી રીતે કરવી ? તે કાંઈ હું જાણતો નથી.' દેવીએ કહ્યું કે—“હે મહાસત્ત્વવંત ! એમ ન બોલો, તમારી પાસે જે સિદ્ધરસ છે તેથી ક્ષણમાત્રમાં તે કન્યા નિરોગી થશે.' રાજાએ કહ્યું કે—‘તે વાત ઠીક છે, પણ તે રસનો કુંભ તો મારા ભંડારમાં છે.' દેવીએ કહ્યું કે—‘તે તુરત જ અહીં લાવી આપું છું.' એમ કહી દેવી ક્ષણમાત્રમાં તે રસનો કુંભ લાવીને રાજાને આપ્યો અને કહ્યું કે–રાજપુત્રીને ગુણ કરનાર રસકુંભ સાચવીને રાખજો.' એમ કહીને તે અદૃશ્ય થઈ ગઈ. દિવ્યાનુભાવથી રાજા તુરત જ મૂચ્છિત થયો અને પાછો સાવધ થયો. પછી મનમાં વિચારવા લાગ્યો કે—આ તો ઇન્દ્રજાળ છે કે આ મારા ચિત્તની ચપળતા છે ? અથવા તો શું મેં સ્વપ્ન જોયું છે ? અને તે પુરુષરૂપધારી દેવ ક્યાં ગયો ?' આ પ્રમાણે આંખો મીંચીને વિચારવા લાગ્યો અને ચારે દિશાએ જોવા લાગ્યો.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્રી ધર્મલ્પદ્રુમ મહાકાવ્ય અહીં રત્નપાળરાજા આ પ્રમાણે રહેલો છે તે વખતે દેવી તેની પાસેથી નગરમાં જઈ આકાશમાં રહીને બોલી કે– હે લોકો ! સાંભળો. રાજકન્યાને ગુણ કરનાર એક ઉત્તમ પુરુષને હું અહીં લાવી છું. તે સમુદ્રકિનારે વહાણમાં બેઠેલો છે.” આ પ્રમાણે સાંભળીને સર્વ હર્ષિત થઈ ગયા અને મહાસેનરાજા એકદમ સંભ્રમસહિત ઊભો થઈ ગયો. પછી સમુદ્રકિનારે જ્યાં રત્નપાળ રાજા વહાણમાં બેઠેલો છે ત્યાં તે પરિવાર સહિત તુરત જ આવ્યો અને રત્નપાળ, રાજા સામે બે હાથ જોડી સાષ્ટાંગ નમસ્કાર કરીને વિનયપૂર્વક મહાસેનરાજા બોલ્યો કે- “હે ભૂપતિ ! આજે અમારે ત્યાં કુસુમ આવ્યા વિના ઉત્તમ વૃક્ષ ફળ્યું, વગર વાદળે અત્યંત વૃષ્ટિ થઈ, મારવાડની ભૂમિમાં કલ્પવૃક્ષ ઉગ્યો, દરિદ્રને ઘરે સુવર્ણનો સમૂહ પ્રગટ થયો અને તમને જોવા માત્રથી અમૃતનું પાન કરનારની જેમ અમારું હૃદય પ્રસન્ન થયું. તે પરોપકારીઓમાં શ્રેષ્ઠ! મારું વચન સ્વીકારો અને તમારા ચરણની રજવડે આ નગરને પવિત્ર કરો.”
આ પ્રમાણેના તે રાજાના યુક્તિયુક્ત વચનો સાંભળીને રત્નપાળ બોલ્યો કે- “અજ્ઞાત કુળશીલવાળા એવા મને શામાટે આટલું બધું માન આપો છો ?” મહાસેન રાજાએ કહ્યું કે
તમારા ઇંગિત આકારથી મેં આપનું કુળ શીલ જાણી લીધું છે. “વિચક્ષણો એ રીતે જાણી શકે છે.” વળી મારી કુળદેવીએ પણ મને તમારું આગમન જણાવેલું છે. “હે નરાધિપ ! મેં તેને આરાધી હતી અને તે કારણે જ તે તમને અહીં લાવી છે, માટે તમે સ્વસ્થ તેમજ પ્રસન્ન ચિત્તવાળા થઈને મારા નગરમાં પધારો અને મારી ઉપર કૃપા કરીને મારી બન્ને પુત્રી સ્વસ્થ થાય તેમ કરો.” આ પ્રમાણે કહીને ત્યાં એક શણગારેલ હસ્તિરત્ન લાવવામાં આવ્યો, તેની ઉપર આરોહણ કરવાની મહાસેન રાજાએ વિજ્ઞપ્તિ કરી. રાજાનો આ પ્રમાણેનો આગ્રહ જોઈને રત્નપાળે તેની વિજ્ઞપ્તિ સ્વીકારી અને નાવડીમાંથી કિનારે ઉતરી હસ્તી ઉપર આરૂઢ થયો. તેમજ ઘણા મહોત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કર્યો. તે વખતે કેટલાક હાથી ઉપર, કેટલાક અશ્વ ઉપર, કેટલાક રથ ઉપર અને કેટલાક સુખપાળમાં બેસીને સાથે ચાલ્યા, કેટલાક પાદચારીપણે ચાલ્યા, મહાસેન રાજા તો તેની આગળ પાદચારીપણે ચાલ્યો. પોતાનો કાર્યાર્થી એવો કોઈ પણ મનુષ્ય વિનયી થાય જ છે.” અનેક પ્રકારે દાન દેવાતે છતે અને અનેક પ્રકારના વાજીંત્રો વાગતે જીતે મહોત્સવપૂર્વક રત્નપાળે નગરમાં પ્રવેશ કર્યો.
પછી રાજમહેલ પાસે આવતાં હસ્તિરત્નપરથી ઊતરીને રત્નપાળે રાજમહેલમાં પ્રવેશ કર્યો. મહાસેનરાજાએ રાજસભામાં લઈ જઈ મુખ્યઆસન પર તેમને બેસાડી પ્રણામપૂર્વક વિજ્ઞપ્તિ કરી કે–“હે રત્નપાળ રાજા ! તમે મારું વચન હૃદયમાં ધારણ કરો. ઉત્તમપુરુષો હીન દીન તેમજ આર્તજનો ઉપર નિરંતર કૃપાળુ જ હોય છે. તમે તમારા નેત્રવડે મારી સદોષ એવી બન્ને પુત્રીઓને જુઓ, તમારા નેત્રામૃતના સિંચનથી જ તે નિરોગી થઈ જશે. આ કાર્યથી તમને આ લોકમાં લાભ છે અને પરલોકમાં પણ શુભનો બંધ છે.” આ પ્રમાણે સાંભળીને રત્નપાળે કહ્યું કે– તે બન્નેને અહીં બોલાવો.” તેથી રાજાએ તે બન્નેને બોલાવી. તેઓ ત્યાં આવતાં રત્નપાળે તેને જોઈને ચિંતવ્યું કે-“અહો ! દુર્દેવે આ કન્યારત્નનો વિનાશ કર્યો છે. કર્મના પ્રભાવથી જ બન્નેનો યોગ એક સ્થળે થયો જણાય છે.”
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૫
પંચમ પલ્લવઃ
પછી રત્નપાળે આડંબર માટે એક દિવ્યમંડળ આલેખ્યું. તેમાં પ્રણવ (કાર)ની સ્થાપના કરી. પછી તે મંડળમાં એક શ્રેષ્ઠ આસન ઉપર બન્ને કન્યાઓને બેસાડી અને પોતે મંત્રોચ્ચારપૂર્વક તેની તરફ અક્ષત છાંટવા માંડ્યો. તે સાથે કૃષ્ણાગુરુ વગેરે ઉત્તમ દ્રવ્યો મંગાવી તેનો ધૂપ કર્યો. હોમ, બલિ, નૈવેદ્ય વગેરે કરાવવામાં આવ્યું. જે જે ઉત્તમ દ્રવ્યો ગણાય તે બધા મંગાવીને મંડળમાં તેમજ તેની સામે ધરવામાં આવ્યા. યોગ્ય અવસર જોઈને લઘુલાઘવી કળાથી રત્નપાળે રસકુંભના રસવડે એક કન્યાને તિલક કર્યું અને બીજીના નેત્રમાં એનું અંજન કર્યું. તત્કાળ તે બન્ને રોગરહિત અને દિવ્યરૂપવાળી બની ગઈ. તેમજ પદ્મ સમાન નેત્રવાળી અને લાવણ્ય રસની કુંભિકા જેવી થઈ ગઈ. અગ્નિથી તપાવેલું સુવર્ણ જેમ વધારે પ્રભાને ધારણ કરે તેમ આ બન્ને કન્યા પણ ગતદોષવાળી થવાથી વધારે શોભાયુક્ત થઈ.
આ પ્રમાણે તાત્કાલિક ગુણ થયેલો જોઈ મહાસેન રાજા સભાજનો તેમજ બન્ને કન્યા બહુ જ આશ્ચર્ય પામ્યા. મહાસેનરાજાએ પોતાની પત્ની પ્રેમવતી સહિત રત્નપાળના છણા લીધા અને હર્ષોત્કર્ષથી હાથ જોડીને બોલ્યો કે—‘હે રાજન્ ! તમારા જેવા પુણ્યવંતનો જન્મ જ પરોપકાર માટે હોય છે. તમે અત્યારે આ પુત્રીના દોષનું જ નિવારણ કર્યું નથી, પરંતુ મારા હૃદયમાં દીર્ઘકાળથી રહેલા દુઃખરૂપી શલ્યનો પણ ઉદ્ધાર કર્યો છે.” પછી રાજાએ નગરમાં બધે શોભા કરાવી, સર્વત્ર ભેરી પ્રમુખ નાદવડે દિશાઓ પૂરાવી. દાનશાળા મંડાવી, અષ્ટાહ્નિકામહોત્સવ શરૂ કરાવ્યો પોતાના દેશમાં તેમજ નગરમાં અમારી પડહ વગડાવ્યો. બન્ને રાજપુત્રીઓ રત્નપાળને જોઈને હર્ષિત થઈ અને પોતાના આત્માને ધન્ય માનવા લાગી. પછી તે કન્યાઓ મધુર વાણીવડે ઉચિત જાળવીને બોલી કે—‘હે સુભગ ! તમે અત્યારે અમારો જન્મ સફળ કર્યો છે. અમે પૂર્વજન્મમાં જે પુણ્ય ઉપાર્જન કરેલું, તે અત્યારે જાગૃત થયું છે, તેથી જ અમને તમારા દર્શન થયા છે.' આ પ્રમાણે કહીને તે બન્ને રાજપુત્રીઓએ ઉત્કંઠા સહિત તેમના કંઠમાં વરમાળા આરોપણ કરી અને મોતીવડે વધાવી હાથ જોડીને બોલી કે—‘આ ભવમાં તમે જ મારા પતિ છો, બીજા બધા પુરુષો બંધુ સમાન છે. તમે અમારા સ્વામી છો અને શરણભૂત છો, તેથી અમારા પિતાની અમારા પાણિગ્રહણ સંબંધી પ્રાર્થનાનો લોપ કરશો નહીં, પરંતુ તેનો સ્વીકાર કરજો.''
ઉપર પ્રમાણે કહીને તે બન્ને રાજપુત્રી રાજમહેલના અંદરના ભાગમાં ગઈ, કાર્યસિદ્ધિ થવાથી તે અતિ હર્ષિત થઈ. પછી મહાસેનરાજા વિનીતપણે બોલ્યા કે—હૈ ભૂપતિ ! મારા આગ્રહથી તમે મારી પુત્રીઓનું પાણિગ્રહણ કરવાનું સ્વીકારો, દેવીએ તમને જ તેના વર તરીકે જણાવ્યા છે. દેવનું વચન અન્યથા થતું નથી.” રત્નપાળે તે વિજ્ઞપ્તિનો સ્વીકાર કર્યો, તેથી સેંકડો મહોત્સવ સાથે મહાસેન રાજાએ તેમની સાથે પોતાની બન્ને કન્યાઓનો વિવાહ કર્યો. કરમોચનપ્રસંગે પોતાને પુત્ર ન હોવાથી મહાસેનરાજાએ પોતાનું આખું રાજ્ય તેને અર્પણ કર્યું. બીજું પણ સુવર્ણાદિક ઘણું દ્રવ્ય આપ્યું. એ પ્રમાણે રત્નપાળ રાજાને પ્રસન્ન કર્યા. સુપક્ષવાળા અને દક્ષ એવા રત્નપાળ રાજા પ્રસન્ન થયા. મહાસેન રાજાએ ઉત્સાહપૂર્વક જમાઈને કહ્યું કે—‘‘આ રાજ્ય અને બધું દ્રવ્ય તમારે સ્વાધીન છે, તમે એનો યથેચ્છ ઉપયોગ કરો.’
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૬
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય રત્નપાળ રાજા બને સ્ત્રીઓ સાથે રહીને નિશંકપણે અનેક પ્રકારના સુખોપભોગ ભોગવવા લાગ્યો. મહાસેનરાજા પણ બે કન્યાઓને પરણાવીને નિશ્ચિત થવાથી બહુ જ આનંદમાં રહેવા લાગ્યો. રત્નપાળનું અત્યંત વિનીતપણું જોઈને હર્ષિત થયેલ મહાસેન રાજાએ આનંદયુક્ત ચિત્તે એકવાર રત્નપાળને આ પ્રમાણે કહ્યું કે–“મને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ છતાં પુત્ર થયો નથી. પ્રાયે અપુત્રની લક્ષ્મીનો સ્વામી અન્ય પુરુષ જ થાય છે. મારું પૂર્વભવનું પુણ્ય પ્રગટ થયું કે જેથી મને તમારા દર્શન થયાં, તેમજ સંયોગ થયો. મેં બધી ઉષ્ણતામાં આ મહાશીતળતા પ્રાપ્ત કરી. હું હવે વૃક્ષના પાકા પત્રની જેમ વૃદ્ધ થયો છું અને અસાર સંસારમાં સુકૃતની સાધના તે જ માત્ર સાર છે. લક્ષ્મી જળકલ્લોલ જેવી ચપળ છે, સંગમો સ્વપ્ન જેવા છે અને યૌવન તો ઉડાડેલા આકડાના રૂ જેવું છે. આ પ્રમાણે જાણીને હું રાજયથી વિરક્ત થયો છું. તેથી શીઘથી સંયમ ગ્રહણ કરીને પરલોક સાધવા ઇચ્છું છું. મારા રાજયના તમામ ભાર તમારે માથે છે. તમારે તેનો નિર્વાહ કરવાનો છે. શાસ્ત્રમાં પુત્રમાં અને જમાઈમાં અંતર કહ્યું નથી. હે સુતાપતિ ! તમે ધન્ય છો. કૃતપુણ્ય છો, પૂજ્ય છો, વિવેકી છો, ગુણવાનું છો, તેથી જ મેં કરમોચનસમયે તમને રાજય આપેલું છે. આજે તેનું પુનરાવર્તન જ માત્ર કરું છું.
આ પ્રમાણેના સદ્વાક્યોથી તેને પ્રસન્ન કરીને પછી પોતાની પુત્રીઓને બોલાવી મહાસેનરાજાએ કહ્યું કે–“હે વત્સ ! હું ચોથી અવસ્થા પામ્યો છું. તેથી અત્યારે દીક્ષા લેવાનો અર્થી બન્યો છું. તમારી વ્યાધિનો ક્ષય થવાથી અને યોગ્ય પતિ સાથે વિવાહ થવાથી હું કૃતકૃત્ય થયો છું. તેથી હવે મને દીક્ષા માટે અનુજ્ઞા આપો. તમારે સારી રીતે રહેવું, મારી આપેલી શિક્ષા પ્રમાણે વર્તવું, પતિના ચિત્તને અનુસરવું. તેના વચનનો કયારેય લોપ કરવો નહીં. હે પુત્રીઓ! “જે સ્ત્રી પતિ ઘરે આવે ત્યારે ઊભી થાય છે, તેની સાથે બોલવામાં નમ્રતા રાખે છે, તેના પગ તરફ નીચી દૃષ્ટિ રાખીને ઊભી રહે છે, બેસવા માટે આસન આપે છે, તેની પરિચર્યા પોતે જ કરે છે, તેના જમ્યા પછી જમે છે અને તેમના સુતા પછી સુવે છે, તે જ ઉત્તમ સ્ત્રી કહેવાય છે.' પ્રાણ પુરુષોએ કુળવધૂના આ સિદ્ધધર્મો કહેલા છે. એ રીતે હૃદયમાં ભર્તારની ભક્તિ ધારણ કરવી, ક્યારેય પણ અરતિ ન કરવી, મેં તમારા હિત માટે જ મારા પૂર્વપુરુષોથી આપેલું આ રાજય તમારા પતિને અર્પણ કરેલું છે.”
આ પ્રમાણે પોતાના અન્તઃપુર વગેરેને પણ યોગ્ય શિક્ષા આપીને તેમજ સર્વને શિરે યોગ્ય ભારનું આરોપણ કરીને મહાસેનરાજા ચારિત્ર લેવા માટે ઉત્સુક થયો. તે અવસરે પવિત્ર, સુચારિત્રવાનું, છત્રીશગુણસંયુક્ત, પાપકર્મથી વિમુક્ત તથા પાંચસો શિષ્યોથી પરિવરેલા શ્રીશઠંભવસૂરિ નામના આચાર્યભગવંત પૃથ્વીતળ પર વિચરતાં વિચરતાં તે નગરે પધાર્યા. વનપાળે તરત જ રાજાને વધામણી આપી. રાજા તે સાંભળીને હર્ષિત થયા અને વનપાલકને ઘણું પ્રીતિદાન આપ્યું. યોગ્ય અવસરે ગુરુભગવંતનું આગમન થવાથી રાજા બહુ હર્ષિત થયો અને ત્યાં જ રહીને ભાવવંદન કર્યું, ત્યારબાદ પોતાના બધા મંત્રીઓને તેમજ નગરવાસી લોકોને સુશિક્ષાપૂર્વક બધી હકીકત વિગતવાર જણાવીને, પૂજ્યોની પૂજા કરીને, તેમને યોગ્ય દાનમાનાદિ આપીને, ગીત વાજીંત્ર તેમજ નાટ્યાદિ સાથે જિનાલયમાં જિનપૂજા કરીને, કેટલાક નવા જિનાલયો કરાવીને, કેટલાકનો જીર્ણોદ્ધાર કરીને, દાનાદિવડે સાધર્મિકોનું વાત્સલ્ય કરીને,
Page #136
--------------------------------------------------------------------------
________________
પંચમ પલ્લવ
૧૧૭ દીન અનાથ વગેરે લોકોને અનુકંપાવડે પુષ્કળ દાન આપીને, સર્વ પ્રાણીઓના હિત માટે સર્વત્ર અમારી પડહ વગડાવીને, ગામનગરાદિકમાં અનેક જનોને ઋણમુક્ત કરીને તેમજ બીજા પ્રકારે પણ ગૃહસ્થ ધર્મ આરાધીને મહાસેન રાજા દીક્ષા લેવા માટે તત્પર થયો.
પછી સારા દિવસે શિબિકામાં બેસીને, મોટા ઉત્સવપૂર્વક, ચતુરંગિણીસેના સહિત, સચિવાદિકથી પરિવરેલા, માથે છત્ર ધરાવતા, બે બાજુ શ્વેતચામરોવડે વીંઝાતા, અશ્વારૂઢ અને ગજારૂઢ એવા કેટલાક સેનાનીઓથી યુક્ત, વળી વૈરાગ્યરસથી સંપૂર્ણ એવા રાજા દક્ષા લેવા માટે રત્નપાળની સાથે ચાલ્યા. માર્ગમાં સ્થાને સ્થાને લોકો અનેક પ્રકારે તેનું સન્માન કરતા હતા. અર્થી મનુષ્યોને પુષ્કળ દાન દેવાતું હતું. લોકો સુવર્ણવડ તેમજ વસ્ત્રાદિવડે ન્યુંછણા કરતા હતા, રાજાની પાછળ બેઠેલી તેમની બહેન લુણ ઉતારતી હતી, બંદીજનો જયજય શબ્દ બોલી રહ્યા હતા, ગાંધર્વો અનેક પ્રકારના ગીતો વડે રાજાના ગુણોનું ગાન કરતા હતા, વિવિધ જાતિના અનેક પ્રકારના વાજીંત્રો વાગી રહ્યા હતા, નૃત્ય કરતી વારાંગનાઓ આગળ ચાલતી હતી, પંડિતજનો તે મહારાજાની અનુમોદના કરી રહ્યા હતા, પોતપોતાના ઘરના ગવાક્ષમાં બેઠેલી તેમજ રસ્તા પર ઉભેલી, પતિ સહિત તેમજ એકલી સ્ત્રી એક દૃષ્ટિથી રાજાની સામે જોઈ રહી હતી. તેમાંની કેટલીક મોતીઓથી અને કેટલીક અક્ષતથી રાજાને વધાવતી હતી, કેટલીક ચિરંજીવ, ચિરનંદ એમ આશિષ આપતી હતી, આખું નગર શણગારેલું હતું, દરેક દુકાને તોરણ અને ધ્વજાઓ બંધાયેલી હતી, માર્ગમાં પુષ્પના ઢગલાઓ કરેલા હતા કે જેથી રાજા આ માર્ગે જવાના છે એમ જણાતું હતું.
આ પ્રમાણેના ઉત્સવ સહિત મહાસેન રાજા નગર બહારનાં ઉદ્યાનમાં જ્યાં ગુરુભગવંત બિરાજમાન હતા ત્યાં આવ્યા અને તરત જ શિબિકામાંથી ઉતર્યા. પછી નિસીહી કહી ગુરુભગવંતને ત્રણ પ્રદક્ષિણા આપી મસ્તકે અંજલી કરીને રાજાએ હર્ષિત ચિત્તે વિધિપૂર્વક વંદન કર્યું. પછી પાંચ પ્રમાદને તેમજ મત્સરને તજીને રત્નપાળ સહિત રાજા યથાસ્થાને બેઠા. ગુરુમહારાજે મહાસેન રાજા વગેરેને ધર્મલાભરૂપ આશીષ આપી ને વિવેકરૂપી દીપકને પ્રગટ કરનારી દેશના આપવાનો - આરંભ કર્યો.
ભો ભવ્યજનો ! આ સંસારનું સમ્યગુ અને અસમ્યગુ સ્વરૂપ સાંભળો. આ સંસારમાં સુખ સસ્સવ જેટલું છે અને દુઃખ મેરુ સમાન છે. સંપદા ચંચળ છે, જીવિત ચંચળ છે, યૌવન અકાળે વિનાશ પામે તેવું છે, આ શરીર અનેક પ્રકારના વ્યાધિનું સ્થાન છે, તેથી જેમ બને તેમ નિરંતર ધર્મારાધનામાં યત્ન કરો. મનુષ્યભવ, આદિશ, પ્રશસ્ત જાતિ, ઉત્તમ કુળ–એ બધી વસ્તુને પામીને રાતદિવસ પુણ્યકાર્ય કરો કે જેથી તેના ઉદયવડે તમારું ઇચ્છિત કાર્ય સિદ્ધ થઈ શકે. જેમ સુતરના તાંતણા માટે રત્નની માળાને તોડનાર, ભસ્મ માટે ચંદનને બાળનાર, લોઢાની ખીલી માટે ભરસમુદ્રમાં પોતે બેઠેલા પ્રવાહણને ભાંગનાર, અક્ષય નિધાન પામ્યા છતાં નિત્ય ભિક્ષાનો અભિલાષી થઈને તે નિધાનને ત્યજનાર મહામૂર્ખ કહેવાય છે તેમ મહાદુર્લભ એવી મનુષ્યભવાદિ સામગ્રી પામીને, તેને ઐહિક સુખનો અભિલાષી થઈ ફોગટ ગુમાવનાર અને ધર્મ નહીં કરનાર પ્રાણી મહામૂર્ખ જેવો છે. કાષ્ટ જેવા હળુકર્મી જીવો જ આ અપાર અને દુસ્તર
Page #137
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય સંસારસમુદ્રને તરે છે અને લોહ અથવા લોષ્ટની જેમ ભારેકર્મી જીવ હોય છે તે ડુબે છે. જેમ પ્રવહણવડે અવગાહન કરનાર મનુષ્ય યથેપ્સિત સ્થાને પહોંચીને વ્યાપારાદિવડે ઇચ્છિત લાભ મેળવે છે, તેમ ગુરુમહારાજના ઉપદેશ વડે ધર્મરૂપ આલંબનને પામીને ભવ્ય પ્રાણીઓ દુષ્પ્રાપ્ય એવા ઉત્કૃષ્ટ ધર્મને પ્રાપ્ત કરે છે. આ સંસારરૂપ સમુદ્રમાં અત્યંત દુર્લભ એવા બોધિરત્નને પામીને પ્રયત્નપૂર્વક તેનું રક્ષણ કરવું કે જેથી તેને કોઈ ચોરી જાય નહીં.''
૧૧૮
આ પ્રમાણે ગુરુભગવંતની દેશના સાંભળી સંયમાર્થી એવા મહાસેનરાજા વિશેષ પ્રતિબોધ પામ્યા અને ગુરુભગવંતની પાસે વિધિપૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. પછી જ્ઞાનરૂપ હસ્તિ ઉપર આરૂઢ થઈ, શીલરૂપી દૃઢ બન્નર પહેરી, ધ્યાનરૂપી ખડ્ગ ગ્રહણ કરી, સંવેગરૂપ શસ્ત્રને સ્વીકારી, ગુર્વાશારૂપી ટોપ મસ્તક પર ધારણ કરી, ક્રુરકર્મનો નાશ કરવા માટે કોપાયમાન થઈને અને વિચિત્ર પ્રકારની ક્ષમાને ધારણ કરીને તે મોહરૂપી શત્રુને મારવા ઉત્સુક થયા, અને સંમોહરૂપી રાજાની સંસ્કૃતિરૂપ વધુને વૈધવ્યપણાની દીક્ષા આપી અર્થાત્ મોહરાજાને મારીને તેને વિધવા કરી. ચતુર્વિધ સંઘની તથા ગુરુભગવંતની સહાય પ્રાપ્ત કરનાર તે મહાસેન મુનિએ ગુરુમહારાજની આજ્ઞારૂપ નિર્મળ છત્રને મસ્તક પર ધારણ કરી, પ્રવ્રજ્યારૂપ પોતાના સ્વરાજ્યને મોટા મહિમાવાળું કર્યું, પાંચમહાવ્રતો, પાંચઆચાર, પાંચસમિતિ તથા ત્રણગુપ્તિઓને યથાર્થપણે તે પુણ્યાત્મા નિરંતર પાળવા લાગ્યા. તે વખતે રત્નપાળે પુણ્યપ્રભાવી એવા તે રાજાનો મહાન્ દીક્ષામહોત્સવ કર્યો. પોતે ઉત્તમ શ્રાવકપણું અંગીકાર કર્યું. પછી શય્યભવસૂરિએ મહાસેન રાજર્ષિ સહિત અન્યત્ર વિહાર કર્યો અને રત્નપાળ રાજા સ્વસ્થાને ગયા.
પોતાના નગરમાં આવીને રત્નપાળરાજાએ મહાસેન રાજાના દીક્ષા પ્રસંગને અંગે અમારિઘોષણાપૂર્વક અષ્ટાહ્નિકા મહોત્સવ મુખ્ય જિનાલયમાં કરાવ્યો અને ‘ઇચ્છિત માંગો’ એવી ઉદ્ઘોષણાપૂર્વક દાનમંડપમાં બેસીને પુષ્કળદાન આપ્યું. ‘દાનથી કીર્તિ વિસ્તરે છે, દુઃખ નાશ પામે છે અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે માટે બંધુજનોએ અવિચ્છિન્નપણે દાન આપવું જોઈએ. જુઓ ! ‘સંગ્રહ કરવામાં તત્પર એવા સમુદ્રને રસાતળમાં જવું પડ્યું અને દાન કરવામાં તત્પર મેઘને આકાશમાં સ્થાન મળ્યું, જેથી તે ગરવ કરે છે.’
*
એક વખત શુભદિવસે અન્યરાજાઓએ મળીને રત્નપાળનો વિવિધોત્સવપૂર્વક પટ્ટાભિષેક કર્યો. સીમા પર આવેલા તમામ રાજાઓને તેણે નમાવ્યા. તે રાજાઓએ રત્નપાળને ગજાદિ અનેક વસ્તુઓ ભેટ ધરી. ભક્ત એવા સેવકો અને અમાત્યોથી સેવાતા ચરણકમળવાળો રત્નપાળરાજા રાજાના ગુણોથી યુક્ત થઈ ન્યાયવડે પ્રજાની પ્રતિપાલના કરવા લાગ્યો. જે શત્રુમાં સૂર્ય જેવો પ્રતાપી હોય, સુહૃદોને આનંદઆપનાર ચંદ્રસમાન હોય, પાત્રાપાત્રની પરીક્ષામાં સુરગુરુ (બૃહસ્પતિ) જેવો હોય, દાનમાં કર્ણ જેવો હોય, નીતિમાં રામ સમાન હોય, સત્યમાં યુધિષ્ઠિર સમાન હોય, લક્ષ્મીવડે ધનદ જેવો હોય અને પોતાના ગણાતા મનુષ્યોમાં પક્ષપાતી હોય તથા સૌભાગ્યવાન્ હોય તે સાચો સ્વામી હોય છે.” ક્ષમાવાન્, દાતા અને ગુણગ્રાહી સ્વામી દુઃખે પ્રાપ્ત થઈ શકે છે રાજા સત્ત્વસંપન્ન અને ધર્મનિષ્ઠ હોવાથી અકાળમૃત્યુ વ્યાધિ, દુર્ભિક્ષ અને ચોરનો ભય ઉત્પન્ન થતા નથી. જે રાજાને ગુણમાં રાગ, વ્યસનમાં
Page #138
--------------------------------------------------------------------------
________________
પંચમ પલ્લવઃ
૧૧૯ અનાદર, ન્યાયમાં રતિ અને દીનપર દયા હોય છે તે રાજા છત્રચામરાદિવડે વિભૂષિત રાજ્યસંપદાને ચિરકાળ ભોગવે છે. રત્નપાળ રાજાએ રાજ્યને ચોર તથા અન્ય ઉપદ્રવ રહિત બનાવીને પીરજનોને સંતોષી કર્યા હતા, તે નિરંતર ન્યાયવડે પ્રજાનું પ્રતિપાલન કરતો હતો, તેના રાજયમાં કોઈ પીડિત થતું નહોતું. તેની પ્રજા ચિતવતી હતી કે–“અહો ! અમારા પૂર્વભવના પુણ્યથી જ અમને આવા રાજા મળ્યા છે.” એ પ્રમાણે બે સ્ત્રી સહિત રાજ્ય પાળતાં અને સુખભોગ ભોગવતાં પાંચસો વર્ષ વ્યતીત થતાં કનકમંજરી રાણીને સિંહસમાન પરાક્રમી પુત્ર થયો તેનું સિંહવિક્રમ નામ પાડ્યું.
તે પુત્ર અનુક્રમે પચ્ચીસ વર્ષનો થયો ત્યારે બહોતેર કળાયુક્ત અને રૂપવડે કામદેવ જેવો સુંદર થયો. તેમજ પવિત્ર, વિકસિત નેત્રવાળો, મહાત્કંધ, મહાભૂજ, દુષ્ટ અને પાપીસ્ટોને દુર્દીત અને ધર્મિષ્ઠોમાં ધનદ જેવો થયો. સર્વ સૌમ્યગુણોનો આધાર, પાવાનું, ક્ષમાવાનું, પુણ્યકાર્યમાં પ્રવીણ, સર્વ વિદ્યાવિશારદ, છત્રીશ પ્રકારના આયુધોના અભ્યાસવાળો, વિજ્ઞાનનો સાગર, મંત્રતંત્રાદિના તત્વનો જાણ કક્ષમાં મુખ્ય અને દાનેશ્વરી થયો. અત્યંત પરાક્રમી આ સિંહવિક્રમકુમાર વિવિધ પ્રકારની ક્રીડાઓ કરવા વડે કાળ નિર્ગમન કરવા લાગ્યો.
એક વખત અલ્પ રાત્રિ શેષ હતી તે સમયે રત્નપાળરાજ નિદ્રામુક્ત થવાથી ચિત્તમાં નમસ્કારનું ચિંતવન કરવા લાગ્યા. તે વખતે તેમને પિતાનું રાજ્ય યાદ આવ્યું. પ્રભાતે મંત્રી સામેતાદિકને એકત્ર કરીને તેણે કહ્યું કે-“આ રાજ્યપર પુત્રને સ્થાપન કરીને માતાપિતાના રાજયને સંભાળવા માટે જવા ઇચ્છું છું.” આ પ્રમાણેનું તેમનું વચન સાંભળીને પરિજનો બોલ્યા કે–“હે વિભો ! રાજ્ય ઉપર બાળ રાજા શોભતો નથી. આ સંબંધમાં સ્મૃતિમાં કહ્યું છે કે–જ્યાં બાળ રાજા હોય, બે રાજા હોય, સ્ત્રી રાજા હોય અથવા મૂર્ખ રાજા હોય ત્યાં રહેવું નહીં.” “તે સભા જ નથી કે જે સભામાં વૃદ્ધો ન હોય, પ્રજાનું રક્ષણ ન્યાય, દ્રવ્ય અને લોકોનું રંજન–આ રાજયરૂપી કલ્પવૃક્ષની વિપુલ ફળસંપદા જાણવી, કુળશીલ અને ગુણયુક્ત, સત્યધર્મમાં પરાયણ, રૂપવંત અને પ્રસન્ન મનુષ્યને રાજયના અધ્યક્ષ (રાજા) કરવો. એવા રાજાવાળા રાજ્યમાં પ્રાજ્ઞ એવો અમાત્ય રાખેલ હોય તો રાજાને યશ, સ્વર્ગમાં નિવાસ અને પુષ્કળ ધનની પ્રાપ્તિ થાય છે. પુરાતન અને પ્રવીણ અમાત્ય હોય તો રાજયલક્ષ્મી સ્થિર થાય છે. જુઓ ! નવા સરાવવામાં (કોડીયામાં) નાંખેલું જળ તેમાં જ વિલય પામે છે. રાજયમાં મૂર્ખ અમાત્યની નિયોજના કરવાથી રાજાને અપયશ, સ્વર્ગનો નાશ અને નરકમાં પતન પ્રાપ્ત થાય છે.”
રાજ્યની અંદર કોષાધ્યક્ષ ક્રમાગત, શુચિ, ધીર, સર્વરત્નનો પરીક્ષક, બુદ્ધિમાનું અને રાજભંડારના રક્ષણમાં તત્પર હોવો જોઈએ. ઇંગિતાકારથી તત્ત્વને જાણનાર, પ્રિયવચન બોલનાર, પ્રિયદર્શનવાળો, એકવાર કહેતાં જ સમજી જાય તેવો અને દક્ષ પ્રતિહાર હોવો જોઈએ. અર્થાત્ આવા માણસની તે સ્થાનકે યોજના કરવી જોઈએ. બુદ્ધિમાનું, મીઠું બોલનાર, દક્ષ, પારકાચિત્તને ઓળખે તેવો, ધીર અને યથાર્થવાદી આવા ગુણવાળો દૂત હોવો જોઈએ. રાજાના સભાસદો ધર્મશાસ્ત્રના અર્થમાં કુશળ, કુલીન, સત્યવાદી અને શત્રુમિત્રમાં સમાનદષ્ટિવાળા હોવા જોઈએ. હે રાજન્ ! હે વિચારજ્ઞ ! આ પ્રમાણેની રાજ્યસ્થિતિનો આપ વિચાર
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય કરો. બાળરાજા આ વાત કેવી રીતે સમજે? અને રાજયનો ભાર ઉપાડવા સમર્થ કેમ થાય?”
રાજાએ કહ્યું કે-“હે સભ્યો ! તમે આ શું બોલો છો? શું લોકોક્તિ નથી સાંભળી કેગુણને માટે નાના મોટાનો નિરધાર નથી જુઓ ! હસ્તિ ઘણા સ્થૂળ શરીરવાળો હોય છે છતાં તે નાના સરખા અંકુશને વશ થાય છે, શું અંકુશ હાથી જેવડો હોય છે? નાના સરખા વજથી હણાયેલા પર્વતના શિખરો તુટી પડે છે, તો શું વજ પર્વતના શિખરો જેવું હોય છે? નાનો સરખો દીપક સળગાવતાં આખા ઓરડામાંથી અંધકાર નાશ પામે છે તો શું દીપક અંધકાર જેટલો હોય છે? માટે જેનામાં તેજ હોય તે જ બળવાનું ગણાય છે. એમાં મોટાનું મહત્વ નથી. નાના કે મોટા દેહમાં શું વિશ્વાસ કરવો ? કલિંગર મોટું હોય છે અને મરચું નાનું હોય છે પણ તેમાં તેજ વધારે હોય છે. વળી સાંભળો ! તમારા જેવા વૃદ્ધોથી પરિવરેલો તે બાળરાજા પણ સુપક્ષવાળો હોવાથી ગુણાગ્રણી થશે.' સારા પક્ષવાળો માર્ગણા ગુણહીન છતાં પણ લક્ષને પામે છે અને પક્ષહીન માર્ગણ ગુણપૂરિત છતાં વિલક્ષ થાય છે લક્ષ પામતો નથી. આ શ્લોક દ્વીઅર્થી હોવાથી માર્ગણ, પક્ષ અને ગુણ શબ્દની બાણ વગેરે સમજી તેને અનુસરતો પણ અર્થ કરવો. સારી પક્ષ (પાંખોવાળો પક્ષી વૃક્ષ પર રહીને સ્વાદુ ફળનું આસ્વાદન કરે છે અને પાંખ વિનાનો કેશરીસિંહ દૂર રહીને જોયા કરે છે.”
આ પ્રમાણે દષ્ટાંતો કહી મંત્રી વગેરેની અનુમતિ મેળવીને શુભ મુહૂર્ત રત્નપાળે પોતાના પુત્રને ત્યાંના રાજ્યપર સ્થાપન કર્યો અને “આજથી મહાનંદપુરમાં સિંહવિક્રમ રાજા થયેલ છે.' એવી સર્વત્ર ઉદ્દઘોષણા કરાવી. નવા રાજા થાય ત્યારે રાજસ્થિતિ પણ નવી થાય છે તે જ પ્રમાણે તે નવા રાજાએ મહાનંદપુરનું નામ રત્નપુર કરાવ્યું. મૂળ પ્રધાનોમાં જે મુખ્ય હતો તેને રત્નપાળ રાજાએ શિક્ષા આપી કે-“તમારે નિરંતર રાજ્યની ચિંતા કરવી અને મારા પુત્રની સંભાળ રાખવી. એ લઘુ હોવા છતાં તેની સારી રીતે સેવા કરજો. તેની આજ્ઞા સર્વદા મસ્તકપર ધારણ કરજો. હું પોતાને સ્થાને જવા છતાં પણ અહીંની કાળજી રાખ્યા કરીશ.” અમાત્યાદિને એ રીતે કહી, વસ્ત્રાભરણથી સારી રીતે સંતોષ પામડી, પ્રજાને અનેક રીતે પ્રસન્ન કરી. પછી જે નાવડી તેને અહીં લાવી હતી તે દેવીને યાદ કરી. દેવી પ્રગટ થઈને બોલી કે-“હે નૃપ “મને કેમ યાદ કરી છે?” રાજાએ કહ્યું કે-“હે શક્તિ ! મેં તારી ભક્તિ કરવા માટે અહીં મારા પુત્રને મૂક્યો છે તેની પ્રયત્નવડે સંભાળ રાખજે. તે રાજાની અહર્નિશ તારે સંભાળ લેવી. તે તારી નિરંતર સેવા કરશે અને તારો ભક્ત રહેશે. હવે મારે માટે એક આકાશગામી વિમાન તૈયાર કરી દે, કે જેથી હું એમાં બેસીને આનંદપૂર્વક મારે નગરે જાઉં.”
દેવીએ કહ્યું કે તમારા પુત્રની નિરંતર હું કાળજી રાખીશ, તમારે તે સંબંધી ચિંતા ન કરવી.” આ પ્રમાણે કહીને તેણે એક નવું વિમાન રચ્યું અને રત્નપાળને આપીને દેવી સ્વસ્થાને ગઈ. રત્નપાળે પ્રજાવર્ગને તેમજ પોતાના પુત્રાદિક સ્વજનોને જણાવીને વિમાનમાં બેસી પોતાના નગર તરફ પ્રયાણ કર્યું. હાથી ઘોડા, રથ અને પાયદળ વગેરે ચતુરગિણી સેના ભૂમિમાર્ગે તેનો તરફ ચાલી. તે વખતે અનેક વાજીંત્રોના નાદવડે આકાશ પૂરાઈ ગયું. અનેક મનુષ્યો તથા ખેચરોથી સ્તવાતો વિમાનમાં બેઠેલો રત્નપાળ રાજા દેવસમાન શોભવા લાગ્યો. વિમાનમાં બેઠેલો
Page #140
--------------------------------------------------------------------------
________________
પંચમ પલ્લવઃ ' ,
૧૨૧
રાજા સ્વલ્પ સમયમાં પોતાના નગરે પહોંચ્યો. ઘણા કાળે પોતાના રાજાને આવેલા જોઈને તેના પ્રજાજનો બહુ હર્ષિત થયા. - મંત્રી વગેરે સામા આવ્યા અને રાજાના પગમાં પડ્યા. પછી બે રાણીઓ સહિત રાજાએ મહોત્સવપૂર્વક પોતાના નગરમાં પ્રવેશ કર્યો. સારા શુંગાર ધારણ કરેલી સ્ત્રીઓ ઘરે ઘરે રાજાના ગુણગાન કરવા લાગી, નગરના લોકો તેમની પાસે ભેટશું ધરીને વધાવવા લાગ્યા, રત્નપાળરાજા નિષ્કટક અને નિરૂપદ્રવપણે આનંદથી રાજ્યનું પાલન કરવા લાગ્યા અને પુણ્યાત્મા છતાં પણ નવા નવા પુણ્યકાર્યો કરવા લાગ્યા.
આ ચરિત્રમાં જેનો વિવાહ સંબંધ વર્ણવ્યો છે એવા તે રાજાને મુખ્ય નવ રાણીઓ થઈ. ૧. શૃંગારસુંદરી ૨. રત્નાવતી ૩. પત્રવલ્લી ૪. મોહવલ્લી. ૫. સૌભાગ્યમંજરી ૬. દેવસેના ૭. ગંધર્વસેના ૮, કનકમંજરી ૯. ગુણમંજરી. આ નવ નિધાન જેવી તેની નવ પૂર્વભવની પ્રિયાઓ હતી. તે સિવાય બીજી ૩૦,૦૦૦ રાણીઓ થઈ. ૩૬ ક્રોડ ગામ, ૬૦ ક્રોડ પાયદળ, ૩૦ લાખ રથ, ૩૦ લાખ હસ્તિ, ૩૦ લાખ અશ્વો અને પાટણ, દુર્ગ, દ્વીપો, વેલકૂળ, કર્બટ, બેટ ને દ્રોણમુખ વગેરે પણ ૨૦ હજાર થયા. હેમાંગદ વગેરે અનેક વિદ્યાધર રાજાઓ તેની સેવા કરનારા થયા. તેઓ સારી રીતે ભક્તિ યુક્તિ સહિત સેવા કરતા હતા. તે રાજા નિરંતર એકક્રોડ દ્રવ્યનો વ્યય કરતો હતો. તેની વિગત અગાઉ આપી છે.) પોતાના પરિવારને પુષ્કળ વસ્ત્રાભરણાદિ આપતો હતો. રસકુંભના રસના પ્રભાવથી તેને પુષ્કળ દ્રવ્યની પ્રાપ્તિ થતી હતી અને તે રસના પ્રભાવથી જ તેના રાજ્યમાં દુર્મિક્ષ પડતો નહોતો તેમજ બીજા ઉપદ્રવો પણ થતા નહોતા. વ્યાધિ, ઇતિઓ, દૌથ્ય અને પરપીડન વગેરે પ્રજાજનોમાં બિલકુલ થતા નહોતા. સહુ સુખમાં ને આનંદમાં કાળ પસાર કરતા હતા. તે નરેંદ્ર છતાં પણ દેવેંદ્ર જેવા ભોગ ભોગવતો હતો અને ચક્રવર્તી જેવું એકછત્રી રાજ્ય કરતો હતો.
આ પ્રમાણે રત્નપાળ રાજાને દશ લાખ વર્ષ પસાર થયા અને ગૃહસ્થપણારૂપ વૃક્ષના ફળ તરીકે સો પુત્રની પ્રાપ્તિ થઈ. તે પુત્રોના મેઘરથ, હેમરથ વગેરે નામ સ્થાપના કર્યા. તે બધા શુભ લક્ષણ સંયુક્ત, સંયોગ સુંદર, સરૂપ સુભગ, સૌમ્ય અને સર્વ વિદ્યામાં વિશારદ થયા. તેઓ યૌવન પામતાં તેમનો યથાયોગ્ય પાણિગ્રહણ મહોત્સવ કરવામાં આવ્યો. એવી રીતે રત્નપાળ રાજા સાંસારિક અને ધાર્મિક કાર્યો કરતા હતાં તેમજ પુણ્યબંધ કરતા હતા.
તેટલામાં એક વખત સુમતિસેન નામના કેવળજ્ઞાની ભગવંત ત્યાં પધાર્યા. તેમને આવેલા જાણીને રાજા બહુ હર્ષિત થયા અને પરિવાર સહિત વંદન કરવા માટે વનમાં આવ્યા. ગુરુભગવંતને વંદન કરીને રાજા યોગ્ય સ્થાને બેઠા ત્યારે ગુરુભગવંતે ભવ્યજીવો રૂપ કમળને બોધ કરનારી દેશનાનો પ્રારંભ કર્યો.
' “અહો ભવ્ય જીવો ! આ સંસારમાં જીવો અનંતા ભવો કરે છે. તે દરેક ભવમાં જન્મમરણરૂપ દુઃખને પામે છે. છતાં તેમાં નામમાત્ર પણ સાચું સુખ પામતા નથી. આ સંસારમાં સંપત્તિ ચપળ છે, યૌવન ક્ષણભંગુર છે, જીવિત કૃતાંતના દાંતમાં રહેલા અન્ન જેવું વિનાશી છે,
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય તે છતાં પણ આ જીવ પરલોકને સાધવામાં ઉપેક્ષા કરે છે તે અત્યંત વિસ્મયકારી છે. આ મનુષ્યલોકમાં અનેક મનુષ્યો યત્નપૂર્વક પાપ આચરે છે અને પ્રસંગ પ્રાપ્ત થવા છતાં પણ ધર્મ આચરતાં નથી તે વાત ક્ષીરને તજીને વિષનું પાન કરવા જેટલી આશ્ચર્યજનક છે. પુનઃ પ્રભાત ને પુનઃ રાત્રિ, પુનઃ ચંદ્રોદય અને પુનઃ સૂર્યોદય આ પ્રમાણે કાળ જતો નથી પણ જીવિત જાય છે (ઘટે છે). તથાપિ જીવો પોતાના આત્મ હિતને ઓળખતા નથી. બુદ્ધિમાનો પોતાના હિત માટે જ દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મનું આરાધન કરે છે. ને પુણ્ય બાંધે છે. જે મનુષ્યો દ્રવ્યની પ્રાપ્તિ થતા દાન આપે છે અને ચિત્તની સ્થિરતાપૂર્વક દુષ્કર એવા શીલને પાળે છે તેઓ સ્વર્ગગામી છે એમ સમજવું. પ્રાણાંતે પણ જે વિવેકીજનો શીલને તજતા નથી તેઓ રત્નમાળાની જેમ શીલના પ્રભાવથી પ્રાંતે મોક્ષસુખ પામે છે.”
આ પ્રમાણે સાંભળીને રત્નપાળે પૂછ્યું કે તે રત્નમાળા કોણ હતી, જેણે વિષમસ્થિતિમાં પણ શીલ પાળ્યું? તેની કથા કહો.” ગુરુભગવંતે કહ્યું કે સાંભળો !
રત્નમાળાની કથા |
“આ ભરતક્ષેત્રમાં પૃથ્વીભૂષણ નામના નગરમાં જન્મેજય નામે રાજા ન્યાયપૂર્વક રાજ્ય કરતો હતો. એક વખત કોઈક બીજા રાજાએ તેને એક અશ્વ ભેટ તરીકે મોકલ્યો. રાજાએ પરીક્ષા કરવા તેની ઉપર આરોહણ કર્યું. તે અશ્વ વિપરીત શિક્ષાવાળો હોવાથી રાજા તેને જેમ જેમ ચલાવવા લાગ્યા તેમ તેમ તે ધીમે ચાલવા લાગ્યો. રાજાએ વિચાર્યું કે વેગ વિનાનો આ અશ્વ શું કામનો આમ વિચારી કાયર થઈને લગામ છુટી મૂકી તેથી અશ્વ એકદમ વેગથી ઉછળ્યો અને વાયુવેગે ચાલવા લાગ્યો. આ પ્રમાણે ઘણું અંતર કાપીને તે એક ભયંકર અટવીમાં આવીને ઊભો રહ્યો. તેથી રાજા લગામ તજીને નીચે ઉતર્યા અને બહુ શ્રમિત થઈ ગયેલ હોવાથી એક ઝાડ નીચે સુતા. તે કાંઈક નિદ્રીત થયા તેટલામાં આકાશમાર્ગે જતી કોઈક વ્યંતરીએ ત્યાં આવી રાજાના મસ્તકે એક જડીબુટ્ટી બાંધી દીધી. તે જડીના પ્રભાવથી રાજા અત્યંત શ્યામવર્ણ શરીરવાળા થઈ ગયા. ક્ષણ પછી રાજા જાગૃત થયા ત્યારે શ્યામ થઈ ગયેલું અને વસ્ત્રાલંકાર રહિત પોતાનું શરીર જોઈને તે વિસ્મય પામીને વિચારવા લાગ્યા કે–“આ શું થઈ ગયું? હું આ વનમાં એકલો આટલી દુઃખી સ્થિતિમાં તો છું જ, વળી જવરમાં હેડકી, શ્વત ઉપર ક્ષાર અને દાઝુયા ઉપર ડામ આપવા જેવો આ બનાવ બન્યો છે.” રાજા આમ વિચારે છે તેટલામાં તેમનું સૈન્ય જે તેમને શોધવા તેમની પાછળ આવતું હતું. તે ત્યાં આવી પહોંચ્યું. અગ્રગામી સુભટોએ રાજાને કોઈ પલ્લીશ સમજીને પૂછ્યું કે–રે પલ્લીશ! તેં આ રસ્તે જતા અમારા રાજા જન્મેજયને જોયા છે?' રાજા બોલ્યો કે-અરે મૂઢો ! શું તમે મને ઓળખતા નથી? હું જન્મેજય રાજા જ છું.” સુભટો બોલ્યા કે–“તમે જો જન્મેજય રાજા હોવ તો આવા કાળા કેમ ? રાજાએ કહ્યું કે –“વિધિના વિપરીતપણાથી આ બધું બની ગયું છે.” સુભટોએ તેની વાત માની નહીં અને કહ્યું કે–“અરે શઠ ! તું આવું મિથ્યા શા માટે બોલે છે? અમારો રાજા તે આવો હોય?” આ પ્રમાણે કહી ઘોડા લઈને પાછા વળ્યા. રાજા ખિન્નવદનવાળો થઈને બીજી દિશા તરફ ચાલ્યો.
Page #142
--------------------------------------------------------------------------
________________
પંચમ પલ્લવ
૧૨૩
* કેટલેક દૂર જતાં તે કોઈક તાપસના આશ્રમે આવ્યો. તાપસોએ તેને ગુણવાન જાણી તેનું સારી રીતે આતિથ્ય કર્યું. પછી તાપસીના કુલપતિએ યુક્તિપૂર્વક વિદ્યાદેવીને આરાધીને વિવાહ સામગ્રી તૈયાર કરાવી અને પછી વિધિપૂર્વક તે રાજાની સાથે રત્નમાળા નામની પોતાની કન્યાનો વિવાહ કર્યો. કરમોચન પ્રસંગે તે રાજાને પ્રીતિપૂર્વક યુદ્ધમાં વિજય અપાવનારી વિદ્યા આપી. રત્નમાળા તો પૂર્વભવના સ્નેહથી વિરૂપ એવા ભર્તારને પણ રૂપવંત માનીને તેની ભક્તિમાં તત્પર થઈ. તેઓ એક રમણીય મકાનમાં આનંદથી રહેવા લાગ્યા અને સ્વેચ્છાએ સુખભોગ ભોગવવા લાગ્યા.
* એક વખત રત્નમાળા ભર્તારના કેશ દુરસ્ત કરવા બેઠી. કેશને બરાબર કરતાં પેલી દેવીએ બાંધેલી જડી તુટીને ભૂમિપર પડી તેથી રાજા પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવી ગયો અને અત્યંત સૌભાગ્યવાનું દેખાવા લાગ્યો. દિવ્યરૂપવાળા પતિને જોઈને રત્નમાળા બહુ જ હર્ષિત થઈ. તે હકીકત તેની પ્રિયવાહિની નામની સખીએ કુલપતિને જણાવી. તે પણ પોતાના ચિત્તમાં હર્ષિત થયા. પછી સર્વ તાપસોએ મળીને મંગલધ્વનિપૂર્વક ફરી તેનો વિવાહમહોત્સવ કર્યો. - એક વખત તાપસના આશ્રમમાં કોઈ વિદ્યાધર પોતાના સૈન્ય સહિત આવ્યો. તે રૂપવંતી રત્નમાળાને જોઈને તેનું હરણ કરવા તત્પર થયો. તેથી તાપસો તેની સામા થયા. તેણે તે તાપસોને વિડંબના પમાડી અને તેનો આશ્રમ ભાંગી નાંખ્યો. તે જોઈને તે જન્મેજય રાજા તેની સાથે યુદ્ધ કરવા તૈયાર થયો. તે રાજાને પ્રૌઢ પરાક્રમવાળો જાણીને ખેચર સુભટો ભાગીને ચારે દિશામાં પલાયન થઈ ગયા. માત્ર તેનો સ્વામી ખેચર એકલો રહ્યો. પછી તે ખેચર અને જન્મજય દિવ્યાસ્ત્રવડે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા તેમાં પણ જન્મેજયે થોડા વખતમાં ખેચરને જીતી લીધો.
ન્યાયધર્મથી જ થાય છે, અન્યાયથી પરાજય થાય છે. હારેલો ખેચર એકદમ અદૃશ્ય થઈને જતો રહ્યો. તે વખતે આકાશમાંથી દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી અને “જન્મેજય રાજા જીત્યા.' એવી ઉદ્ઘોષણા કરી. આ પ્રમાણે થવાથી રત્નમાળા તેના ઉપર વિશેષ રાગવાળી થઈ અને યથેચ્છપણે પરસ્પર સુખભોગ ભોગવવા લાગ્યા.
- એકવખત શરદઋતુમાં રાજા રાણી સહિત વનમાં જઈને કામદેવની જેમ ક્રિીડા કરવા લાગ્યો. તેટલામાં પેલા દ્રષી વિદ્યાધરે રોષ વડે તે બન્નેને ત્યાંથી ઉપાડીને કોઈ પર્વતની ગુફામાં મૂકી દીધા. તે વખતે જન્મેજય રાજા વિચારવા લાગ્યો કે–“મારું પૂર્વભવનું કર્મ એવું દુસ્તર છે કે જેના વડે વારંવાર નવું નવું દુઃખ પ્રાપ્ત થાય છે કયા વૈરીએ સ્ત્રી સહિત મને અહીં ઉપાડીને મૂક્યો ? ખબર પડતી નથી કે તે પાછો ક્યાં ગયો ? આ વાત કોને કહેવી ?' એવામાં રત્નમાળાએ તૃષાતુર થઈને કહ્યું કે– સ્વામી ! મને પાણી લાવીને આપો. કેમકે પ્રાણી પાણીવિના રહી શકતો નથી. તેથી રાજા તે ગુફામાંથી સ્ત્રી સહિત બહાર નીકળી એક આંબાના વૃક્ષ નીચે રત્નમાળાને બેસાડી પાણી શોધવા નીકળ્યો. ઘણી જગ્યાએ ફરી પાણી મેળવી તે લઈને રાજા આંબાના વૃક્ષ પાસે આવ્યો ત્યાં પોતાની પ્રિયાને જોઈ નહીં. કારણકે તેને પેલો વૈરી ત્યાંથી હરી ગયો હતો. રાજા પ્રાણપ્રિયાને ન જોવાથી દુઃખી થઈને વિલાપ કરવા લાગ્યો. કે– હે પ્રિયે ! તું મને મૂકીને કયાં ગઈ? હું શું કરું? ક્યાં જાઉં? તારો વિરહ હું કેમ સહન કરી શકીશ?'
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય આ પ્રમાણે વિલાપ કરતો અને શૂન્ય ચિત્તવાળો થયેલો રાજા આગળ આગળ ભમવા લાગ્યો. ભમતાં ભમતાં તેણે એક દરવાજા તથા કિલ્લાવાળું શૂન્ય નગર જોયું.
રાજાએ તે નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં બળી ગયેલી ઘરોની શ્રેણિઓ જોઈ. આગળ ચાલતાં રાજમહેલ જેવું એક મકાન જોયું, એટલે તેણે તેમાં પ્રવેશ કર્યો અને ઉપર ચડ્યો. ઉપરના માળમાં તેણે શય્યામાં સૂતેલી, ક્ષામોદરી અને સુરૂપ એક કન્યાને જોઈ. તેથી રાજાએ તેને પૂછ્યું કે હે ભદ્રે ! તું અહીં એકલી કેમ છે? અને આ નગર શૂન્ય કેમ છે? તે કહે હું તે સાંભળવા ઇચ્છું છું.” તેથી તે કન્યા બોલી કે-“હે સત્પુરુષ ! સાંભળો.”
આ પૃથ્વીપીઠ ઉપર કૌશાંબી નામની નગરી પ્રસિદ્ધ છે. ત્યાં કુશધ્વજ નામે રાજા છે. તેને પુષ્પમાળા નામે રાણી છે. તે રાજાને સુર અને વીર નામના બે સૌભાગ્યશાળી પુત્રો છે અને રત્નમાળા અને જયમાળા નામની બે પુત્રીઓ છે. રાજાએ વૃદ્ધાવસ્થામાં ચારિત્ર ગ્રહણ કર્યું અને નિરતિચાર ચારિત્ર પાળીને મોક્ષે ગયા. ત્યારપછી તેમના બે પુત્રો રાજ્યને માટે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તે બન્નેનો વિરોધ જોઈને હેમમાળા નામની ધાવમાતા રત્નમાળાને તાપસના આશ્રમે લઈ ગઈ અને ત્યાં તાપસ પાસે રાખી. રત્નસિંહ નામના તાપસના કુલપતિએ તેનું પુત્રીની જેમ પાલન કર્યું. તથા જયમાળા એવી મને અહીં રત્નપુરે લાવીને ચંદ્રકેતુ નામના મારા મામાને સોંપી. તેણે મારું પુત્રીવતું પાલન કર્યું. એકદા હું રાજમહેલના ગોખમાં સખીઓ સાથે ક્રિીડા કરતી હતી, તેટલામાં કોઈ કપાળીએ મને જોઈ તેણે મારા પર મોહ પામીને મારા મામા પાસે મારી માંગણી કરી. મારા મામાએ તેની માંગણી સ્વીકારી નહીં, તેમજ તેને નગરમાંથી કાઢી મૂક્યો, તેથી દુભાઈને તેણે વિદ્યાબળે મારા મામાને મારી નાંખ્યા. તેમજ ક્રોધાયમાન થઈને આ નગરને ભસ્મીભૂત કરીને શૂન્ય કરી નાખ્યું અને તે દુરાત્માએ મને અહીં એકલી રાખી. એ રીતે તે પાપીએ મારી આશાથી આ કાર્ય કર્યું.
આ પ્રમાણે બોલીને તેણે કહ્યું કે– સપુરુષ ! તે પાપીને આવવાનો સમય થયો છે તેથી તમે ક્યાંક જતા રહો. કેમકે તે દુરાત્મા મહાદુષ્ટ અને નિર્દય હોવાથી મુગ્ધ એવા તમને હણી નાખશે, માટે તમે સંતાઈ જાઓ. જીવતો નર સેંકડો કલ્યાણ જોઈ શકે છે.” કન્યાના આ પ્રમાણે કહેવાથી તે રાજા પેલા જોગીને જોવાની ઇચ્છાથી નજીક પડેલા નિર્માલ્ય ઢગલામાં સંતાઈ ગયો. તેટલામાં આકાશમાં થતો ડમરૂનો ધ્વનિ સંભળાયો અને રાતાનેત્રવાળો, ભયંકરઆકૃતિવાળો કન્યા અને દંડાયુધ હાથમાં રાખનારો એક યોગી એક સ્ત્રીને એક હાથમાં ઉપાડીને ત્યાં લાવ્યો. પછી તે વિકરાળ નેત્રવાળો કપાળી એક વેદિકા ઉપર બેઠો અને પેલી સાથે લાવેલી કન્યાને સામે બેસાડીને બોલ્યો કે–“તારો પતિ તારે માટે પાણી લેવા ગયો અને તું કોમળપાંદડાના સંથારા ઉપર નિદ્રા આવવાથી સુઈ ગઈ. તેટલામાં પેલા અમિતતેજ વિદ્યાધરે તારા ઉપરના રાગથી ત્યાં આવીને તેને ઉપાડી. મેં બળાત્કારે તેની પાસેથી તને છોડાવી અને અહીં આવ્યો. તે સુભૂ! મેં તને તેની પાસેથી એક પ્રકારની વિડંબનામાંથી છોડાવી છે તો તું હવે મારી સાથે સુખભોગ ભોગવ, જો તું મારું કહ્યું નહીં માને તો હું તને મારી નાખીશ.” આ પ્રમાણેના તેના વચનો સાંભળીને તે સ્ત્રી બોલી કે-“અરે પાપી ! દુખ બુદ્ધિવાળા ! કદી અચલ એવા
Page #144
--------------------------------------------------------------------------
________________
પંચમ પલ્લવ
૧૨૫ મેરની ચૂલિકા ચલાયમાન થાય તોપણ હું પ્રાણાતે પણ શીલનું ખંડન કરું તેમ નથી.”
આ પ્રમાણેનો તેનો આગ્રહ જાણીને યોગીએ તેને મારવા માટે ખગ તૈયાર કરી ફેરવવા લાગ્યો. રાજાએ સ્વર ઉપરથી પોતાની પ્રિયા જાણીને તેનો વિનાશ ન થવા દેવા માટે ગુફામાંથી જેમ કેસરીસિંહ બહાર નીકળે તેમ નિર્માલ્યમાંથી એકદમ બહાર નીકળ્યો. “પ્રિયાને થતી પીડા કોણ સહન કરી શકે?' કહ્યું છે કે : “લક્ષ્મી, સ્ત્રી અને ધાન્યના અપહારથી મનુષ્યો અત્યંત દુઃખી થાય છે અને ચિત્તમાં બિન થવાથી તેના નિવારણ માટે બનતો પ્રયત્ન કરે છે. અહીં જન્મેજય રાજાએ યોગીને કહ્યું કે–“અરે પાપી ! આ આરંભ્ય છે? ઉઠ, મારી સામે થઈ જા.” આમ કહેવાથી જન્મેજયે તરત જ તેને ખગના પ્રહારવડે દ્વિધા કરી નાખ્યો. “પૃથ્વીતળ ઉપર અન્યાયી જો વૃદ્ધિ પામતા હોત તો પછી લોકો પુણ્ય અને પાપનું અંતર શી રીતે જાણી શકત ?'
અહીં જયમાળા જે બધું જોયા કરતી હતી તે પોતાની બેન રત્નમાળાને ઓળખીને એકદમ તેની પાસે આવી તેને ગળે વળગીને પ્રણામ કર્યા. પછી તે બન્ને બહેનોએ પરસ્પર એકબીજાની વાતો કરી અને રત્નમાળાએ જયમાળાનો પોતાના પતિ સાથે ગાંધર્વ વિવાહ કર્યો. રતિપ્રીતિસમાન તે બે સ્ત્રીઓની સાથે આનંદથી કામદેવની જેમ સુખભોગ ભોગવતા જન્મેજયરાજા કેટલાક વખત સુખે તે મહેલમાં રહ્યા. પછી એક દિવસ રાજા બન્ને પ્રિયાઓને લઈને ત્યાંથી પૂર્વ દિશા તરફ ચાલ્યા. આગળ જતાં કોઈક ક્રીડાવનમાં સુધાતુર થવાથી વિસામો ખાવા બેઠા. બે સ્ત્રીઓને થાક લાગેલો હોવાથી તે નિદ્રાવશ થઈ તેથી રાજા ફળ લેવા માટે વનમાં ગયો. તે ફળો લઈને આવ્યો અને જોયું તો ત્યાં રત્નમાળા દેખાતી નથી. રાજાએ જયમાળાને જગાડીને પૂછયું કે– તારી બહેન ક્યાં ગઈ?” તેણે કહ્યું કે-“મને ખબર નથી, હું તો નિદ્રામાં હતી.” રાજાએ વિચાર્યું કે “મારો આ કેવો પાપોદય છે કે જેથી વારંવાર ભાર્યાનો વિયોગ થાય છે ?પછી જયમાળાને કોઈ સ્થાને રાખીને રાજા વિરહાર્તિપણે પોતાની પ્રિયાને શોધવા માટે ફરવા લાગ્યો. ભમતાં ભમતાં તે મલય નામના ઉદ્યાનમાં આવ્યો. ત્યાં તેણે એક ઘણું મોટું જિનાલય જોયું. તે જોઈને હર્ષ પામેલા રાજાએ ઉત્સાહિત થઈને તે જિનમંદિરમાં પ્રવેશ કર્યો અને ત્યાં શ્રીયુગાદીશ પ્રભુને તેણે વંદના કરી.
એટલામાં ગરૂડના વાહનવાળો કોઈ વિદ્યાધર આકાશમાર્ગે ત્યાં આવ્યો અને તેણે પણ શ્રીજિનેશ્વરને નમસ્કાર કર્યો. પછી વિધિપૂર્વક શ્રીજિનેશ્વરનું સ્નાત્ર કરીને તે સ્નાત્રજળથી એક કુંભ ભરી. તે ખેચર મંડપમાં આવ્યો તેથી રાજાએ તેને પૂછ્યું કે તમે કોણ છો ? ક્યાંથી આવ્યા છો ?' આ કુંભમાં સ્નાત્રજળ ભરીને શા માટે લઈ જાઓ છો? અને આ તમારા સ્કંધ ઉપર સતીનું વસ્ત્ર કેમ છે? ખેચર બોલ્યો કે– સાધર્મિકોત્તમ ! હું તમને મૂળથી મારી બધી હકીકત કહું છું તે સાંભળો -
વૈતાઢ્ય પર્વતની ઉત્તરશ્રેણિમાં રત્નચૂડ નામે રાજા રાજ્ય કરે છે. મણિચૂડ નામે હું તેનો ભાઈ છું. બંધુપરના પૂર્ણ નેહવાળો છું. કર્મયોગે મારા બંધુને દાહજવર થયો છે. આ સ્નાત્રના - જળથી જવરાદિક અનેક વ્યાધિઓ નાશ પામે છે. અહીં સ્નાત્રજળ માટે આવતાં મેં માર્ગમાં
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય જન્મેજય રાજાની પ્રિયા રત્નમાળાનું હરણ કરી જતા અમિતતેજને જોયો. તે સતી અમિતતેજની ભોગની પ્રાર્થનાને સ્વીકારતી નહોતી તેથી તે તેની અનેક પ્રકારની વિડંબના કરતો હતો. મેં તેને અનેક પ્રકારે સમજાવ્યો પણ તે સમજ્યો નહીં અને તે દુષ્ટાત્માએ પરમશીલવતી તે સતીને છોડી નહીં. રૂદન કરતી કરતી તે જતી હતી તે વખતે તેનું વસ્ત્ર પડી ગયું તે હે નરોત્તમ ! મેં લઈ લીધું છે.” આ પ્રમાણેની હકીકત સાંભળીને જન્મેજય રાજાએ પોતાનું વૃત્તાંત તેને કહી બતાવ્યું તેથી પેલા ખેચરે રત્નમાળાનું વસ્ત્ર તેમને આપ્યું. જન્મેજય રાજાએ તે વિદ્યાધરને કહ્યું કે- હે મિત્ર ! તમે ઉત્તમ પુરુષ જણાઓ છો, તો તમે તે દુષ્ટ વિદ્યાધરને જીતવામાં મને મદદ કરો.' પેલા ખેચરે તે વાત કબૂલ કરી અને તે બન્ને વૈતાઢ્ય પર આવ્યા અને અમિતતેજ પાસે દૂત મોકલ્યો. દૂતે જઈને અમિતતેજને કહ્યું કે- હે પ્રભો ! તમે જન્મેજય રાજાની પ્રિયાને મૂકી ઘો, તેની સાથે વિરોધ કરવામાં તમારું શુભ નથી.” દૂતના આવા વચન સાંભળીને કોપાયમાન થયેલો અમિતતેજ બોલ્યો કે–“શું હું તેને પાછી આપવા લાવ્યો છું? વારંવાર હરણ કરતાં આ વખતે જ બરાબર તે મારા હાથમાં આવી છે.” દૂતે આ હકીકત જન્મેજય રાજા પાસે જઈને કરી. પછી બન્ને રાજાઓએ લશ્કર ભેગું કર્યું અને બન્ને પક્ષ વચ્ચે રામરાવણ જેવું યુદ્ધ શરૂ થયું. એ પ્રમાણે છ મહિના પર્યત યુદ્ધ ચાલતા પ્રાંતે ખેચરમિત્રની સહાયથી, રત્નમાળાના શીલના પ્રભાવથી અને પ્રાપ્ત થયેલા દિવ્ય અસ્ત્રો દ્વારા જન્મેજય રાજાએ જીત મેળવી. પછી રત્નમાળાને લઈને તેમજ જયમાળાને પણ લઈને ખેચરમિત્ર સહિત તે પોતાને નગરે આવ્યા.
પોતાના રાજાને આવેલા જોઈને મંત્રીઓ, સ્વજનો અને સહુ પ્રજાવર્ગ વગેરે આનંદિત થયા અને પ્રણામ કરવા પૂર્વક રાજાને મળ્યા. પછી પ્રજાવર્ગે પૂછયું કે-હે સ્વામિનું ! ઈન્દ્રજાળની જેમ તમને એકાએક શું થયું ? અશ્વ ક્યાં લઈ ગયો ? અને પછી શું વૃત્તાંત બન્યું?” રાજાએ પોતાનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. ત્યારબાદ રાજાએ મંત્રીને પૂછ્યું કે“મારા વિના તમે રાજ્યનું રક્ષણ કેવી રીતે કર્યું?” જવાબ આપતા મંત્રીએ કહ્યું કે “હે ભૂપતિ ! સાંભળો ! આપના ગયા પછી એક નૈમિત્તિક મળતાં અમે તેને પૂછ્યું કે મારા સ્વામી અમને
ક્યારે મળશે? તેણે કહ્યું કે—બાર વર્ષે મળશે, પછી મેં તમારે સ્થાને એક યક્ષની મૂર્તિનું સ્થાપન કર્યું અને અત્યાર સુધી સર્વપ્રજાએ આપની આજ્ઞાનું પૂર્ણ પાલન કર્યું. પછી મહોત્સવપૂર્વક રાજાએ પોતાના નગરમાં પ્રવેશ કર્યો. સાથે આવેલ વિદ્યાધરોનું સન્માન કરીને તેમને રજા આપીને પોતે પૂર્વની જેમ રાજ્યધુરા ધારણ કરી. અનુક્રમે રત્નમાળાને ચંદ્રોદય નામનો પુત્ર થયો અને તે પુણ્યયોગે વૃદ્ધિ પામ્યો.
એકવાર નગર બહાર ઉદ્યાનમાં જ્ઞાની ગુરુ ભગવંત પધાર્યા. રાજા અંતપુરઃ સહિત ગુરુભગવંતને વંદન કરવા ગયા. ત્રણ પ્રદક્ષિણા આપીને રાજા ગુરુ ભગવંત પાસે બેઠા. ગુરુભગવંતે દેશના આપી. દેશનાને અંતે રાજાએ હાથ જોડીને પૂછ્યું કે– હે ગુરુમહારાજ ! મને ક્યા પૂર્વ કર્મથી બાર વર્ષ પર્યંત દુઃખ પડ્યું? અને ક્યા કર્મથી રત્નમાળા સાથે વારંવાર વિયોગ થયો ?” ગુરુભગવંતે કહ્યું કે “હે રાજન્ ! તમારો પૂર્વભવ કહું છું. તે સાંભળો.”
શાલી નામના ગામમાં પૂર્વે ભદ્ર નામનો એક ખેડૂત રહેતો હતો. તેને રૂક્મિણી નામે
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૭
પંચમ પલ્લવઃ
સ્ત્રી હતી. તે બન્નેને પરસ્પર ઘણો સ્નેહ હતો. શરત્કાળમા એક દિવસ તે બન્ને ખેતરની રક્ષા કરવા ગયા. તેમણે એક ક્યારા પાસે હંસીયુક્ત હંસને સ્વેચ્છાએ ક્રીડા કરતો જોયો. તેમાંથી રાજહંસીને પકડીને તેણે પોતાની પ્રિયાના હાથમાં આપી. તેણે વિનોદ માત્રથી તેને કુંકુમવાળી કરીને મૂકી દીધી. રક્તવર્ણી થયેલી હંસીને હંસે કેટલોક કાળ સુધી ઓળખી નહીં. તેથી તેણે તેને ગ્રહણ કરી નહીં. તેને જોઈ જોઈને તે પાછો જતો અને મોહથી પાછો આવતો. પણ તેની સાથે રમતો નહીં. તેમજ સ્પર્શ પણ કરતો નહી. આ પ્રમાણે ભમતા તે હંસ ખૂબ ખેદ પામ્યો. આ પ્રમાણે બાર ઘડી સુધી હંસ-હંસીને વિયોગ થયો. તે સ્થિતિ જોઈને રૂકિમણી એ હંસીને લઈને તેના પરનું કુંકુમ ધોઈ નાખ્યું અને તેને મુક્ત કરી. તેથી હંસે તરત જ તેને ઓળખી અને આનંદભાવે તેને મળ્યો. આ પ્રમાણે કરવાથી તે ખેડૂત અને તેની સ્ત્રીએ અંતરાય કર્મ બાંધ્યું. ત્યારપછી ભદ્રનો જીવ દાનપુણ્યાદિ કરવાથી તું રાજા થયો. રૂકિમણી શીલના પ્રભાવથી રત્નમાળા થઈ. હંસનો જીવ ભવમાં ભમીને અમિતતેજ થયો અને હંસી શુભકર્મના યોગથી વનદેવી થઈ. હે રાજન્ ! અશ્વથી અપહરાયેલ તું જ્યારે વનમાં આવ્યો ત્યારે તે વનદેવીએ એક જટી તારા કેશમાં બાંધીને તને શ્યામવર્ણવાળો કરી દીધો અને અમિતતેજે વારંવાર રત્નમાળાનું અપહરણ કર્યું. તે પૂર્વભવે તેં હંસને સંતાપિત કર્યો હતો તેના ફળરૂપે હતું. પૂર્વભવે બાર ઘડી હંસ હંસીનો વિયોગ કરાવ્યો હતો તેના ફળ તરીકે આ ભવમાં બાર વર્ષ સુધી તમારે વચ્ચે વચ્ચે વિયોગનું દુઃખ ભોગવવું પડ્યું. પૂર્વભવે શુભ કે અશુભ જે કર્મ બાંધ્યું હોય છે તે ક્રોડોભવે પણ કે ભોગવ્યા વિના છૂટી શકતું નથી. આ જીવ હસતાં હસતાં સહેજે કર્મ બાંધે છે. પરંતુ તે આગામી ભવે રડતા રડતાં ભોગવવા પડે છે.
આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળીને તેમજ અલ્પકર્મના ફળ ભારે ભોગવવાં પડ્યા. એમ જાણીને જન્મેજય રાજા પ્રિયાસહિત પ્રતિબોધ પામ્યો અને તરત જ પોતાના રાજ્યપર ચંદ્રોદયકુમારને સ્થાપન કરીને બન્ને પ્રિયાઓ સહિત જ્ઞાની મુનિભગવંત પાસે તેણે ચારિત્ર અંગીકાર કર્યું.
અમિતતેજ વિદ્યાધર આર્તધ્યાનથી મરણ પામીને કોઈક વનમાં પ્રચંડ સાંઢ થયો. એકદિવસ જન્મેજય મુનિ તે વનમાં પધાર્યા અને મન સ્થિર કરી કાયોત્સર્ગમાં ઊભા રહ્યા. પેલો સાંઢ ભમતો ભમતો ત્યાં આવ્યો. મુનિને જોતાં જ તેને પૂર્વભવના વૈરથી દ્વેષ ઉત્પન્ન થયો. તેથી તે મુનિને મારવા દોડ્યો. શીંગડાના ઘાતવડે મુનિને પાડ્યા અને પગવડે કેટલાક પ્રહારો કર્યા. પરંતુ મુનીશ્વરે શાંતચિત્તે તે સર્વ સહન કર્યું. જરા પણ ચલાયમાન થયા નહીં. પ્રાંતે પ્રાણાંત ઉપસર્ગ સહન કરીને તે મુનિ સર્વ કર્મો ખપાવી અંતકૃત્ કેવળી થયા અને આયુષ્ય પૂર્ણ કરી પરમપદને પામ્યા. પેલો સાંઢ સિંહવડે હણાયો અને મરણ પામીને નરકે ગયો. ત્યાંથી નીકળીને તિર્યંચ થયો અને પાછો નરકે ગયો. આ પ્રમાણે ઘણો કાળ સંસારમાં પરિભ્રમણ કર્યું. રત્નમાળા અને જયમાળા બન્ને સાધ્વીઓ નિરતિચાર ચારિત્ર પાળીને સ્વર્ગે ગઈ, ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ તીર્થંકરને હાથે ચારિત્ર પામી અક્ષય એવા મોક્ષસુખને પામશે.
‘‘આ પ્રમાણે સંકટમાં પણ રત્નમાળાએ જેવું શિયળ પાળ્યું, તે પ્રમાણે મોક્ષાર્થી જીવોએ
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય નિર્મળ શીયળ પાળવું.” આ પ્રમાણે ગુરુમહારાજે કહેલી રત્નમાળાની કથા સાંભળીને રત્નપાળા રાજાએ ગુરુમહારાજને નમીને કહ્યું કે-“હે પ્રભો ! પૂર્વકર્મ સંબંધી હું કેટલાક સવાલો પૂછું છું તેનો ઉત્તર આપવા કૃપા કરશો. ક્યા કર્મથી જયમંત્રીએ બળવાનું એવા પણ મારું રાજ્ય ગ્રહણ કર્યું? જયમંત્રીએ શૃંગારસુંદરીને ક્યા કર્મના ઉદયથી વિડંબના પમાડી ? ક્યા કર્મથી મેં ગયેલું રાજ્ય પાછું પ્રાપ્ત કર્યું? મને સર્વ કાર્યસિદ્ધિ કરનારો અમૂલ્ય રસ ક્યા કર્મથી પ્રાપ્ત થયો ? . કનકમંજરી ક્યા કર્મથી કુષ્ટરોગવડે પીડિત થઈ? ક્યા કર્મથી ગુણમંજરી અંધસ્થિતિને પામી? . અને ક્યા કર્મથી તે બન્નેને અલ્પ પ્રયત્નમાત્રથી ગુણ થયો ? આ બધું કયા કર્મના કારણે બન્યું તે આપ કૃપા કરીને કહો.”
રત્નપાળનો પૂર્વભવ શ્રીકેવળીભગવંત બોલ્યા કે–“હે રાજન્! આ ભરતક્ષેત્રમાં રત્નપુર નગરમાં પૂર્વે રત્નવીર નામે રાજા હતો. તેને શ્રીદેવી પ્રમુખ નવ રાણીઓ હતી. તે નગરમાં સિદ્ધદર અને ધનદત્ત નામના બે વ્યાપારી વસતા હતા. અદત્તાદાનના યોગથી તે બન્ને દારિદ્રથી પીડિત થયા. લોકોક્તિ છે કે–“અદત્ત (ચોરેલ) દ્રવ્ય લાંબો સમય ટકતું નથી. એકદિવસ તે બન્ને પરસ્પર વિચારવા લાગ્યા કે–“આપણે ધનપ્રાપ્તિ માટે કાંઈક ઉદ્યમ કરીએ કે જેથી સભાગ્ય કે. દુર્ભાગ્યના અંતરની આપણને ખબર પડે.”
આ પ્રમાણે વિચારીને તેમણે શુભભાવથી કોઈ દેવીને આરાધી. વીશ ઉપવાસને અંતે દેવી પ્રત્યક્ષ થઈ અને બોલી કે–હે વત્સો ! તમે લક્ષ્મી અને વિવેક એ બેમાંથી એક માંગો.” હું બે માંથી એક આપીશ.” તે સાંભળી સિદ્ધદત્તે લક્ષ્મી માંગી અને ધનદત્તે વિવેક માંગ્યો. તે પ્રમાણે વરદાન આપીને દેવી અદશ્ય થઈ. દેવીના પ્રભાવથી સિદ્ધદત્તને નિર્વિવેકવાળી લક્ષ્મી મળી. ધનદત્તને સર્વ સંપદાનું ભાજન એવો વિવેક પ્રાપ્ત થયો. એક વખત સિદ્ધદત્તને ઘરે કોઈક કપાલી આવ્યો. મધ્યાહ થયેલ હોવાથી તેણે તે કપાલીને જમાડીને પ્રસન્ન કર્યો. તુષ્ટમાન થયેલા એવા તેણે સુમંત્રથી મંત્રિત કરેલા કેટલાક ત્રપુષીના ફળો સિદ્ધદરને આપ્યા. યોગીએ કહ્યું કે“આ ફળો વાવવાથી બે ઘડીમાં ઊગે છે. એની વેલડી યત્નપૂર્વક કોઈક મંડપ ઉપર ચડાવવી. આના પુષ્પફળો અમૃત જેવા સ્વાદિષ્ટ થશે અને તે ખાવાથી ક્ષુધા તૃષા અને બીજી સર્વ પ્રકારની પીડા નાશ પામશે, તેમજ ૮૪ પ્રકારના વાયુ, ૭૬ પ્રકારના નેત્રના રોગ, ૧૮ જાતિના કુષ્ટ અને ૧૩ જાતિના સન્નિપાત પણ નાશ પામે છે. વળી તે ફળના મહાભ્યથી સ્થાવરજંગમ વિષની ઉપાધિ પણ નાશ પામે છે.
આ પ્રમાણે કહીને યોગી સ્વસ્થાને ગયો પછી સિદ્ધદત્ત વિચારવા લાગ્યો કે–“અહો ! આજે મને મારા ભાગ્યથી આ ફળ પ્રાપ્ત થયા છે. પછી તેણે વિધિપૂર્વક વાવ્યા તેથી થોડા ક્ષણમાં જ તે ઊગ્યા. સિદ્ધદત્તે આખા નગરમાં જાહેર કરાવ્યું કે–જેઓને કોઈપણ જાતની વ્યાધિ હોય તો તે મારે ત્યાં આવજો, હું તેને તેના રોગના નિવારણનું સિદ્ધ ઔષધ આપીશ.” આ હકીકત સાંભળીને ઘણા વ્યાધિવાળા જનો તેને ત્યાં આવ્યા. તેને સિદ્ધદત્તે લોભથી યથાયોગ્ય સો બસો પાંચસો કે હજાર દ્રવ્ય લઈને તે ફળ આપ્યા. તે ફળના સેવનથી તેમના વ્યાધિ નાશ પામ્યા
Page #148
--------------------------------------------------------------------------
________________
પંચમ પલ્લવઃ
૧૨૯
ને સિદ્ધદત્ત તે દ્રવ્યના સંયોગથી મોટો મહદ્ધિક થયો.
- એક વખત સિદ્ધદર વધારે ધનના લોભથી વહાણમાં કરીયાણા ભરીને સમુદ્રમાર્ગે દ્વીપ તરફ ચાલ્યો. જયાં જવું હતું ત્યાં જઈને પાછા વળતાં માર્ગમાં પ્રતિકૂળ વાયુવડે વ્યાપ્ત થયેલા સમુદ્રના કલ્લોલથી વહાણ ડોલવા લાગ્યું અને ધ્વજાઓ નાચવા લાગી, લોકોએ વહાણમાંથી ભાર ઘટાડવા માટે તેમાંથી કેટલાક કરીયાણા સમુદ્રમાં નાંખી દીધા, એટલે હલકું થયેલું વહાણ એક શૂન્ય દ્વીપ પાસે કિનારે પહોંચ્યું. લોકો કિનારા ઉપર ઉતર્યા. અનુક્રમે ધાન્ય સમાપ્ત થઈ જવાથી સિદ્ધદત્તે પોતાની પાસેનાં ફળ ત્યાં વાવ્યા, તે તરત જ ઉગ્યા, એટલે લોકો તે ખાવાથી તૃપ્ત થયા તેમજ વિશેષ સ્વસ્થ થયા.
એક દિવસ સમુદ્રમાંથી એક જળમાનુષી ત્યાં આવી અને ત્યાંના ફળો ખાવા લાગી તેથી સિદ્ધદત્તે તેને રોકી અને એક રત્ન હાથમાં લઈને તેને બતાવ્યું તે જોવાથી જળમાનુષી એમ સમજી કે-“આ ફળના બદલામાં રત્ન માંગે છે.” એટલે તે તરત જ સમુદ્રમાં પાછી ગઈ અને એક રત્ન લાવીને સિદ્ધદત્તને આપ્યું. જલમાનુષી જેટલા રત્ન લાવે તેટલા તેટલાં ફળ સિદ્ધદર તેને આપતો. આ પ્રમાણે ક્રમ ચાલ્યો. એમ બહુ રત્નો એકઠા થવાથી સિદ્ધદત્ત તે રત્નો વહાણમાં ભરીને સમુદ્રમાર્ગે પોતાને નગરે આવ્યો રત્નના લોભથી રત્નવીર રાજાએ તે વહાણને બાર દિવસ રોકવાનો હુકમ કર્યો. તેરમે દિવસે રાજાએ ન્યાયનો વિચાર કરીને યોગ્ય કર લઈ વહાણને મુક્ત કર્યું. તેથી સિદ્ધદત્ત બહુ ખુશ થયો, એ રીતે દેવીના પ્રભાવથી તે ૬૬ ક્રોડ રત્નનો સ્વામી થયો, પણ વિવેક વિનાનો હોવાથી તેને સન્માર્ગની ખબર પડી નહીં. “કુવંશમાં જન્મેલો રાજા, પંડિત થયેલો નિર્વિવેકી પુત્ર અને અચાનક ધન પામેલો દરિદ્રી જગતને તૃણ સમાન માને છે.” “લક્ષ્મી પંડિતની દૃષ્ટિ પણ ફેરવી નાખે છે, તો સામાન્ય મનુષ્યની તો શું વાત થાય? કારણ કે લક્ષ્મી વિષની બહેન છે, છતાં તરત મારતી નથી તે જ આશ્ચર્ય છે.
- લક્ષ્મીવંત સિદ્ધદત્ત અભિમાની થવાથી શિષ્ણલોકો મેળાપી) સાથે મળતો નથી, ઉપકાર કરતો નથી અને સ્વજનોમાં પણ આવીને બેસતો નથી. વળી તે દેવભક્તિમાં, ગુરસેવામાં, ધર્મની આરાધનામાં અને કુટુંબના નિર્વાહમાં નિર્વિવેકીપણાથી એક કાણી કોડીનો પણ ખર્ચ કરતો નથી. સિદ્ધદત્તના કાણપણાથી સર્વ લોકો તેના દ્વેષી થયા અને લોકોમાં તે ધનાધપણે વિખ્યાતિ પામ્યો. મૂઢ મનુષ્ય ગર્વના વશથી કાંઈ જોઈ કે જાણી શકતો નથી અને પશુ જેવો નિર્વિવેકી તે માત્ર ધનનું ઉપાર્જન જ કરે છે. * હવે ધનદત્ત દેવી પાસેથી વિવેકનું વરદાન પામીને તેના પ્રભાવથી સારા વિવેકવાળો થયો. ‘તે ભક્તિવડે દેવગુરુને સદા નમે છે, હર્ષિત ચિત્તે દાન આપે છે. હિંસા કરતો નથી, અસત્ય બોલતો નથી, કોઈનું કાંઈપણ અદત્ત લેતો નથી, પરસ્ત્રીનો ત્યાગ કરે છે, ગર્વ કરતો નથી અને પારકી નિંદા કરતો નથી તેથી ધનદત્ત વિનયી, દક્ષ, અલ્પલોભી, ક્ષમાવાનું તેમજ 'શુદ્ધાત્મા થયો. મહાજન જ્યારે જ્યારે મળે છે ત્યારે ત્યારે એ વિવેકી ધનદત્તને બોલાવે છે તેનું હિતકારી વચન સૌ માન્ય કરે છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાાવ્ય
એક વખત તે નગરમાં કોઈ પરદેશી વિણક્ આવ્યો, તે રોગાર્ત હોવાથી મઠમાં સુઈ રહેતો હતો, તેની સંભાળ લેનાર કોઈ નહોતું. કહ્યું છે કે :—જે ગામ કે નગરમાં આપણું કોઈ ન હોય ત્યાં ક્ષણમાત્ર પણ શુભના ઇચ્છક એવા બુદ્ધિમાને રહેવું નહીં.' પેલા વણિકને અનાથ જાણીને ધનદત્તે પોતે તેની સારી રીતે શુશ્રુષા કરી, પરંતુ કર્મયોગે તે મરણ પામ્યો. તેને અગ્નિસંસ્કાર કરવા માટે લોકો એકત્ર થયા, તે વખતે તેઓએ સિદ્ધદત્તને બોલાવ્યો, પણ તે અભિમાનના આવેશથી આવ્યો નહીં. પછી પરદેશી વિણકના મૃત્તકને સ્મશાનમાં લઈ જઈને તેને માટે ચિત્તા રચી. પરંતુ તે અજ્ઞાત ગોત્રી હોવાથી તેને અગ્નિ મૂકવા કોઈ તૈયાર થયું નહીં, તેને માટે અંદર અંદર વિવાદ કરવા લાગ્યા. લોકોનો એવો સ્વભાવ જ છે કે આવી સાધારણક્રિયા પણ ગાંભીર્ય ધારણ કરીને કોઈ એક જણ પોતાની મેળે કરતું નથી. પછી બધાએ મળીને ધનદત્તને કહ્યું કે—‘તું અગ્નિ મૂક.’ તેણે તે સ્વીકાર્યું.
૧૩૦
પછી બધા લોકો દૂર ગયા એટલે ધનદત્તે અગ્નિ મૂકવા માટે ઉપરનું વજ્ર દૂર કર્યું. તેટલામાં તેણે એક ગાંઠ બાંધેલી જોઈ. તેણે તે છોડીને જોયું તો તેમાં મોટા મૂલ્યવાળા પાંચ રત્નો હતા. પણ તેણે વિવેકબુદ્ધિથી વિચારતાં પારકા હોવાથી તે ગ્રહણ કર્યા નહીં. તેણે તે લઈને બીજા બધા લોકો આવ્યા હતા, તેને બતાવ્યા. તેઓ તેની નિર્લોભતા જોઈને ચમત્કાર પામ્યા. તેઓએ તુષ્ટમાન્ થઈને કહ્યું કે—અમે બધા મળીને આ રત્નો તમને આપીએ છીએ, માટે તમે ગ્રહણ કરો.' તે સાંભળી ધનદત્ત બોલ્યો કે—અનાથના દ્રવ્યનો સ્વામી રાજા કહેવાય છે. વળી આ પરદેશી માણસનો કોઈ ગોત્રી હોય તો તેનો પણ આ રત્નો ઉપર હક થાય છે, તેથી હું તો તે લઈશ નહીં.' પછી તે રત્નો એક કપડામાં બાંધીને જુદા મૂક્યા અને તે મૃતકને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. બધા લોકો સ્વસ્થાને ગયા.
ધનદત્ત તે રત્નો લઈને ગામમાં આવ્યો અને તરત જ રાજા પાસે જઈ તમામ હકીકત કહીને તે રત્નો બતાવ્યા. રાજાએ કહ્યું કે—‘હે ભદ્ર ! તેં આ માણસની સેવા ચાકરી કરી છે, તો તે રત્નો તું જ ગ્રહણ કર. તારા ભાગ્યથી તને આ પ્રાપ્ત થયા છે.' આ પ્રમાણે કહીને રાજાએ ઘણા આગ્રહથી તે રત્નો તેને આપ્યા, એટલે ધનદત્તે તે લઈને વેચ્યા, તેનું છ ક્રોડ દ્રવ્ય પ્રાપ્ત
થયું.
તે દ્રવ્યવX વ્યાપાર કરવા ઇચ્છતા ધનદત્તે સૌ પ્રથમ પોતાના પુણ્યપાપની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. પોતાના દિવસો હાલ શુભ છે કે અશુભ છે ? તે જાણવા માટે તે પ્રથમ નાનો નાનો વેપાર કરવા લાગ્યો પણ તેમાં કાંઈ ઉપજયું નહીં. થોડો થોડો આહાર કરતાં છતાં અજીર્ણ થવા લાગ્યું, થોડા ઉંચેથી કૂદકો મારતાં પણ વધારે પીડા થઈ, થોડા કરીયાણા લઈને વેચતાં પણ કમાણી ન થઈ. એક બકરી ઘર બહાર રાખી તો તેને શિયાળ ખાઈ ગયો. આ પ્રમાણે દ૨૨ોજ થોડી થોડી પરીક્ષા કરતાં તેને ‘પોતાના દિવસો મધ્યમ છે.’ એમ લાગ્યું. આમ જાણવાથી થોડા દિવસ સુખી સ્વસ્થ રહીને તેણે કંઈપણ વ્યવસાય ન કર્યો અને ધર્મકાર્ય વિશેષે કર્યું.
એ પ્રમાણે કેટલાક દિવસ પસાર થયા પછી પાછી પોતાના દિવસોની પરીક્ષમાં ક૨વા તેણે એક બકરી ખરીદી કરી. તે બકરીને તે દિવસે જ બે બચ્ચાં આવ્યાં એટલે એકના ત્રણ થયા.
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૩૧
પંચમ પલ્લવઃ તે દિવસથી તેણે જે જે વસ્તુ ખરીદી કરી તે ત્રણગણી કિંમતવાળી થવા માંડી. આ પ્રમાણે થવાથી પોતાના દિવસો શુભ વર્તે છે.” એમ ધારી ધનદત્તે વિવેકપૂર્વક સારે મુહૂર્ત શક્તિ અનુસાર વેપાર કરવા માંડ્યો. એક વખત દેશાંતરથી આવેલા સાર્થમાંથી તેણે પાંચ કોટી સુવર્ણવડે તમામ કરીયાણું ખરીદ કર્યું. ત્યારપછી સાતમે દિવસે કોઈ બીજો સાર્થવાહ ત્યાં આવ્યો તેણે તે તમામ કરીયાણું બમણું મૂલ્ય આપીને ખરીદ્યું. આ પ્રમાણે દિવસે દિવસે તેને વ્યાપારમાં વૃદ્ધિ જ થવા માંડી. થોડા દિવસમાં તેની પાસે ૧૮ કોટી દ્રવ્ય થયું. આ પ્રમાણે વિવેકથી ધનદત્ત મોટો ધનવાનું થયો. વળી તે દાનેશ્વરીમાં પણ શ્રેષ્ઠ હોવાથી કલ્પવૃક્ષપણે પ્રખ્યાત થયો.
એક દિવસ સિદ્ધદત્ત ધનદત્તની સાથે રાજમાર્ગે ચાલતો જતો હતો, તેટલામાં રાજપુત્રોને અંદર અંદર કલેશ કરતા જોયા. રાજાનો નાનો અને મોટો દીકરો પરસ્પર વિવાદ કરતા હતા. તે જોઈને ધનદત્ત વિવેકબુદ્ધિથી તે રસ્તે ન જતાં બીજે રસ્તે ચાલ્યો. સિદ્ધદત્ત વિનોદબુદ્ધિથી રાજપુત્રોની પાછળ ચાલ્યો, એટલે તેઓએ તેને સાક્ષી રાખ્યો અને રાજા પાસે તેને લઈ ગયા.
- રાજાએ સિદ્ધદત્તને પૂછયું કે-“આ રાજપુત્રોએ તને સાક્ષી રાખ્યો છે તો કહે કે આ બેમાં ન્યાય કોનો છે અને અન્યાય કોનો છે? તે બોલ્યો કે-“હે રાજનું ! તમારો મોટો પુત્ર ઉત્કટ છે અને નાનો બાળબુદ્ધિ હોવાથી જેમ તેમ બોલે છે.” સિદ્ધદત્તે અવિવેકવડે રાજસભામાં રાજાના પુત્રો માટે આ પ્રમાણે કહ્યું તેથી તે બહાનાથી રાજાએ તેને વશ કોટી દ્રવ્યનો દંડ કર્યો. ઘણાની સાથે દ્વેષ કરેલો હોવાથી કોઈએ તેનો પક્ષ લઈ રાજાને કાંઈ કહ્યું પણ નહી, ધનદત્ત સમયનો જાણકાર ને વિવેકી હોવાથી સુખી થયો.
- એક દિવસ તે બન્ને મહેલની નીચેથી જતા હતા. તેટલામાં ગવાક્ષમાં બેઠેલી મંત્રીની સ્ત્રી રતિશ્રીએ તેમને જોયા. રૂપવંત અને યુવાન એવા તેમને જોઈને તે સ્ત્રી તેમના પર મોહ પામી તેથી સરાગીપણે જોવા લાગી. ધનદત્ત તુરત જ તેની ચેષ્ટા સમજી ગયો. તેથી સૂર્યના બિંબની જેમ અથવા સર્પની જેમ તેમજ કુત્સિત વસ્તુની જેમ અને શત્રુની જેમ તેની તરફ ફરી જોયું જ નહીં અને તે જિતેંદ્રિય હોવાથી, કુળ મલિન થવાના ભયથી, વ્રતભંગની ભીતિથી તેમજ વિવેકબુદ્ધિથી તેણે ચક્ષુને પાછા જ ખેચી લીધા. - સિદ્ધદત્ત નિર્વિવેકી હોવાથી વારંવાર તેની સામે જોવા લાગ્યો અને સરાગીપણે વાંકો વળી વળીને જોવા લાગ્યો. આ પ્રમાણે જોતા તેને જોઈને આરક્ષકોએ તેને પકડીને રાજા પાસે રજૂ કર્યો. તેને આવો અન્યાયકારી જાણીને રાજાએ તેને દશ કોટી દ્રવ્યનો દંડ કર્યો.
- એક વખત તે નગરમાં કોઈક ચોર આવ્યો. તેની પાસે સવાક્રોડ દ્રવ્યની કિંમતવાળા દશરનો હતા. તે ચોરે ધનદત્ત પાસે જઈ તેને એકાંતમાં બોલાવીને તે રત્નો બતાવ્યા અને એકેક હજારમાં એકેક રત્ન આપવા કહ્યું. તે સાંભળીને તેમજ રત્નો જોઈને ધનદત્તે વિચાર્યું કે-“આ રત્નો અતિ મૂલ્યવાનું જણાય છે છતાં આ ઓછી કિંમતે આપે છે તેથી એ વેચનાર માણસ ચોર જણાય છે, તે આ રત્નો કોઈના ચોરીને લાવ્યો લાગે છે તે સિવાય આવી અલ્પ કિંમતે આપી શકે નહી. આમાં જો કે લાભ ઘણો છે પણ તે મારે લેવા યોગ્ય નથી.” આ પ્રમાણે વિચારીને
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય તેણે તે રત્નો ન લીધા અને તેને વિદાય આપી તેથી તે ચોર સિદ્ધદત્ત પાસે ગયો અને એકાંતમાં તે રત્નો બતાવી અલ્પ કિંમતે આપવા જણાવ્યું. લોભાભિભૂત સિદ્ધદત્તે તે રત્નો અલ્પ મૂલ્યથી ગ્રહણ કર્યા. કેટલાક દિવસે આરક્ષકોએ તે ચોરને પકડ્યો અને આ પાપકાર્ય માટે લાકડી આદિ વડે પરાભવ પમાડીને પછી તેને રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને પૂછ્યું કે—‘અરે પાપી ! તેં ચોરેલ વસ્તુઓ ક્યાં છે ?” ચોર કંઈ પણ બોલ્યો નહીં તેથી તેને વધારે માર મારવામાં આવ્યો. અંતે તેણે આરક્ષકોને પોતાના મકાને લઈ જઈને ચોરી કરેલ બધી વસ્તુઓ અર્પણ કરી. પછી રાજાએ પુનઃ પૂછ્યું કે—‘તેં ઘણા સમય પહેલા મારા ભંડારમાંથી જે રત્નો ચોરેલા છે તે ક્યાં છે ? લઈ આવ.' ચોર બોલ્યો કે—–‘તે રત્નો હું અલ્પમૂલ્યથી ધનદત્તને વેચવા ગયો હતો, તેણે લીધા નહોતાં, પણ સિદ્ધદત્તને આપવા જતાં તેણે લીધા છે.''
આ પ્રમાણે હકીકત સાંભળીને રાજાએ તરત જ સિદ્ધદત્તને બોલાવ્યો અને સર્વસ્વ લુંટીને તેને ચોરની સાથે છોડી દીધો. નિર્ધનપણું પામવાથી અત્યંત ખેદયુક્ત થયેલો સિદ્ધદત્ત સંસારથી ખિન્ન થઈને વિચારવા લાગ્યો કે : ‘પૂર્વે પણ લોકોમાં મારી લઘુતા થઈ હતી, અત્યારે વધારે હલકાઈ થઈ છે તેથી નિર્ધનપણાયુક્ત ગાર્હસ્થ્ય તુષના ફોતરા કરતા પણ અસાર છે. માટે સંસાર છોડી દેવો જ યોગ્ય છે.’ આમ વિચારીને વનમાં જઈને તે જટાધારી તથા ભિક્ષાહારી વૈરાગ્યવાન્ તાપસ થયો.
અહીં રાજાએ ધનદત્તને બોલાવીને પૂછ્યું કે : ‘‘આ ઘણી કિંમતના રત્નો અલ્પ કિંમતે મળતા હતા છતાં તે તેં કેમ ન લીધા ?’’ ધનદત્તે કહ્યું કે :-‘હે સ્વામિન્ ! મને ગુરુભગવંતે નિયમ આપેલો છે કે—અદત્ત તેમજ ચોરાયેલ વસ્તુ મારે લેવી નહીં. વળી હું પરનારીથી પરાğખ છું અને કોઈપણ પ્રકારના વ્યસનોમાં પણ આસક્ત નથી.' રાજા તેના આવા અપ્રતિમ ગુણોથી બહુ રાજી થયો અને તેને નગરશેઠની પદવી આપી. તેમજ પાલખીમાં બેસાડીને તેને ઘરે મોકલ્યો.
આ પ્રમાણેના વિવેકયુક્ત વર્તનથી દિન-પ્રતિદિન તેની સંપત્તિ વધવા લાગી. તે ખરો વિવેકી હોવાથી એવું કરતો જ નહોતો કે જેથી રાજા તેની ઉપર કોપાયમાન થાય. એક દિવસ તે નગરમાં કોઈ ધૂર્ત આવ્યો તે કોટી મૂલ્યના રત્નો લઈને રાજસભામાં આવ્યો. તેણે કહ્યું કે— જે મનુષ્ય સમુદ્રમાં જળ કેટલું છે ને કાદવ કેટલો છે ? તે કહી બતાવશે તેને હું આ પાંચ રત્નો આપીશ. કારણકે મારા ચિત્તમાં એ જ સંશય છે કે—સમુદ્રમાં પાણી વધારે છે કે કે કાદવ વધારે છે ? જે દક્ષ હશે તે આ બાબતનો ખુલાસો કરી રત્નો લઈ લેશે.' સભામાંથી કોઈ પણ ધૂર્તનો સંશય ભાંગી શક્યો નહીં પણ તે વખતે દેવીના પ્રભાવથી ધનદત્તને તેનો ઉત્તર સૂજી આવ્યો. તેથી તેણે સભામાં પેલા વાદી પાસે આવીને કહ્યું કે :—‘હે ભદ્ર ! તમારા પ્રશ્નનો ઉત્તર સાંભળો—સમુદ્રમાં કાદવ ઘણો છે ને પાણી થોડું છે. આ વાતમાં જો સંશય રહેતો હોય તો ગંગા વગેરેના જળને સમુદ્રના જળથી જુદા જુદા કરીને સમુદ્રનું જળ અને પંક ત્રાજવાવડે તોળી જુઓ. જો મારું કહેવું ખોટું પડે તો કહેજો અને જો તેમ ન કરો તો હું કહું છું તે કબૂલ કરો, કેમકે મારો જવાબ સાચો છે.’
પેલા પૂર્વે પહેલા વિચાર્યું હતું કે—‘મારા પ્રશ્નનો ઉત્તર કોઈ આપી શકશે નહીં, તેથી
।
Page #152
--------------------------------------------------------------------------
________________
પંચમ પલ્લવઃ
૧૩૩
હું આ કંળાવડે આખા નગરમાં સૌને ઠગીશ.” પણ અહીં તો યુક્તિયુક્ત ઉત્તર મળી ગયો, તેથી તેને તે કબૂલ કરવો પડ્યો. પછી રાજાએ તેની પાસેથી પાંચ રત્નો લઈ ધનદત્તને અપાવીને તે ધૂર્તને નગરમાંથી કાઢી મૂક્યો અને ધનદત્તનો વિશેષે સત્કાર કરી તેને ઘેર મોકલ્યો. તેમજ તેની સંબ્રુદ્ધિથી ચિત્તમાં આશ્ચર્ય પામ્યો.
એક વખત બાર કોડ દ્રવ્યનો સ્વામી કોઈ સાર્થવાહ સાર્થસહિત ત્યાં ધૂર્તપણાથી આવ્યો. તે સાર્થવાહ રૂપવંત, યૌવનાવસ્થાવાળો અને સુશોભિત વસ્ત્રાલંકારવાળો હતો. પ્રથમ તે અનંગલેખા નામની વેશ્યાને ત્યાં ગયો. તેને મોટો ગૃહસ્થ જાણીને વેશ્યાએ ઘણું સન્માન આપ્યું અને હૃદયમાં કપટ રાખીને માયાવડે તે આ પ્રમાણે બોલી કે–“અહો ! આજે મારે પૂર્વનું સદ્ભાગ્ય જાગૃત થયું છે કે જેથી જંગમ કલ્પવૃક્ષ જેવા તમે મારે મંદિરે પધાર્યા. તે સ્વામિનું ! આજે સ્વપ્નમાં મેં જોયું છે કે તમારાથી મને બાર કોટી દ્રવ્યની પ્રાપ્તિ થઈ. તે હકીકત તમને જોતાં સત્ય જ થશે એમ લાગે છે.” તે ધૂતારી વેશ્યાના આવા વચનો સાંભળીને પેલો ધૂર્ત બોલ્યો કે –“મારી વાત સાંભળ. આજે મેં સ્વપ્નમાં જોયું છે કે તારે ઘરે મેં અઢાર કોટી દ્રવ્ય મૂકહ્યું છે તેથી તે લેવા માટે હું અહીં આવ્યો છું અને મારે તારે ત્યાં અઢાર વર્ષ રહેવું છે. પણ તે સુંદરી! મારી એક વાત સાંભળ. હમણાં હું મોટો સાથે લઈને વ્યવસાય માટે તેમજ લાભ મેળવવા માટે પરદેશગમન કરવા તૈયાર થયો છું. તેથી મારી અઢાર કોટીની થાપણમાંથી મને બાર કોટી દ્રવ્ય આપ કે જેથી હું સુખસુખે દેશાંતર જઈ શકું.' દેશાંતરમાંથી પુષ્કળ દ્રવ્ય ઉપાર્જન કરીને હું જેમ બનશે તેમ વહેલો આવીશ અને પછી તારે ઘરે આનંદથી રહીશ.” પેલા સાર્થવાહના આવા વાક્યો સાંભળીને તે વેશ્યા બોલી કે–“અરે ધૂર્ત ! દીધા લીધા વિના ફોગટ શેનું માંગે છે?’ આમ કહીને તેણે તેને કાંઈ આપ્યું નહીં, તેથી ધૂર્ત સાર્થવાહ તે વેશ્યાને પકડીને ચૌટામાં લઈ આવ્યો. બજાર વચ્ચે પણ તે બન્ને પરસ્પર વાદ કરવા લાગ્યા. એક માંગે છે ને બીજી ના કહે છે. તે બન્નેનું નિવારણ કોઈ કરી શક્યું નહી. તેમનો વિવાદ બંધ થયો નહીં તેથી પેલી વેશ્યા બોલી કે-“જે મનુષ્ય આ અમારો વિવાદ ટાળીને મારો ઉપદ્રવ દૂર કરશે તેને હું એક કોટી દ્રવ્ય આપીશ. આ મારી કબૂલાત લોકસાક્ષીપૂર્વક છે તે હું અવશ્ય પાળીશ.'
વેશ્યાની આવી કબૂલાત સાંભળીને ધનદત્તની વિવેકબુદ્ધિ જાગૃત થવાથી કોટી દ્રવ્યની કિંમતના રત્નો લઈને ત્યાં આવ્યો અને ડાબા હાથમાં દર્પણ રાખીને પેલા ધૂર્તને કહ્યું કે-“આ દર્પણમાં પ્રતિબિંબ પડેલા બાર કોટી કિંમતના રત્નો ગ્રહણ કર.” પેલો ધૂર્ત બોલ્યો કે તું આ મને શું આપે છે ? શું દર્પણમાં પડેલા પ્રતિબિંબ તે ગ્રહણ કરાતા હશે ?' ધનદત્ત બોલ્યો કે
શું તમે એવી લોકોકિત સાંભળી નથી કે જેવી ચિત્તમાં ભાવના હોય તેવી સિદ્ધિ થાય છે. વળી જેવો પ્રાસાદ તેવા દેવ અને જેવા દેવ તેવી પૂજા. એ પ્રમાણે જેવું તમે સ્વપ્નમાં દ્રવ્ય આપ્યું છે. તેવું હું તમને દર્પણનાં પ્રતિબિંબરૂપે આપું છું. આમાં મારો કાંઈ દોષ નથી. કારણકે ધૂર્તની સામે ધૂર્તતા કરવી જ પડે છે.”
આ પ્રમાણે બરાબર જવાબ મળવાથી પેલો ધૂર્ત વિલખો થઈને ભાગી ગયો. વેશ્યાએ ધનદત્તને કોટી દ્રવ્ય આપ્યું, તે તેણે દાનમાં આપ્યું.
Page #153
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય
એક વખત તે નગરમાં કોઈ રાક્ષસ આવ્યો, તે અકસ્માત્ રાજાને સખ્ત પ્રહાર કરીને આકાશમાં સ્થિર થયો. તેના પ્રહારથી રાજાની મૃતતુલ્ય સ્થિતિ જોઈને સર્વ પ્રજા ખેદગ્રસ્ત બની મંત્રીઓએ અનેક પ્રકારના શાંતિક પૌષ્ટિક કર્મો કર્યા, ભોગ ધર્યા તેમજ બલિદાન આપ્યા. તે વખતે પ્રત્યક્ષ થઈ આકાશમાં રહીને રાક્ષસ બોલ્યો કે :–‘ભો લોકો ! મને જો કોઈ પુરુષ પોતાના શરીરનું બલિદાન આપે તો હું તેના માંસથી તુષ્ટમાન્ થઈને રાજાને મૂકી દઉં, તે સિવાય રાજાને મૂકીશ નહીં. તે સાંભળીને લોકો તેની હકીકત અસાધ્ય જાણી નીચું જોવા લાગ્યા. એ અવસરે ધનદત્ત ત્યાં આવ્યો અને તે પરોપકારમાં તત્પર હોવાથી તેમજ રાજાપરના વિશેષ વાત્સલ્યભાવથી અને સ્વામીના કાર્યમાં પૂર્ણપણે તત્પર હોવાથી બોલ્યો કે—‘હે રાક્ષસ ! આ રાજાના બદલામાં તું મારા શરીરને ગ્રહણ કર અને સંતુષ્ટ થા.' તેના આવા સત્યવાનપણાથી રાક્ષસ તુષ્ટમાન્ થયો અને રાજાને સ્વસ્થ કરીને સ્વસ્થાને ચાલ્યો ગયો. તે વખતે બીજા દેવોએ ધનદત્તને ઘરે બાર કોટી સુવર્ણની વૃષ્ટિ કરી.' દેવતાઓ પુણ્યને વશ હોય છે.'
૧૩૪
રાજાએ ધનદત્તને પોતાનો જીવિતદાયક માનીને મુખ્યમંત્રી બનાવ્યો અને તે મહામતિવાને સર્વમંત્રીઓમાં શ્રેષ્ઠ ઠરાવ્યો. એ રીતે ધનદત્ત અનુક્રમે છપ્પન કોટિ દ્રવ્યનો સ્વામી થયો. તે ધર્મનું પ્રત્યક્ષ ફળ જાણીને વિશેષ પ્રકારે વિવેકપૂર્વક ધર્મકાર્યો કરવા લાગ્યો.
એક વખત વસંતઋતુમાં રાજા પોતાના અંતઃપુર સહિત મોટા આનંદ સાથે વનમાં ગયા. ત્યાં ક્રીડા કરતાં મધ્યાન્હ થયો તેથી ભોજનની સામગ્રી તૈયાર કરવામાં આવી. તેટલામાં સાર્થથી ભ્રષ્ટ થયેલા કોઈ મુનિ ત્યાં આવ્યા. તે બાર યોજન દૂરથી ચાલ્યા આવતા હતા, તે કારણે ક્ષુધા તૃષા અને મહાતાપથી પીડિત થયેલા અને બહુ જ થાકી ગયેલા તે ત્યાં એક વૃક્ષની નીચે બહુ શ્રમિતપણે થાક ખાવા બેઠા. તે મુનિને જોઈને રાજા પોતાની રાણીઓ સહિત તેમની પાસે આવ્યો અને ઘણા વિનયથી ભાવપૂર્વક વંદના કરી. પછી વિનંતી સાથે પોતાના સ્થાને લઈ જઈ આદરપૂર્વક પ્રાસુક અન્નપાન વહોરાવ્યું. મુનિ આહાર કરીને સ્વસ્થ થયા, એટલે રાજા પાછા તેમની પાસે આવ્યા અને તેમનો ઉપદેશ સાંભળી તેમની પાસે શ્રાવકપણું અંગીકાર કર્યું.
તે જ પ્રમાણે બીજી વાર પણ વસંતઋતુમાં જ રાજા વનમાં ગયા ત્યારે સાર્થભ્રષ્ટ થયેલા અને અતિ તુષાર્ત થયેલા બે મુનિ ભગવંતો ત્યાં આવ્યા. રાજાએ તંદુલના જળથી તેમનું પાસું ભરી દીધું. સાધુ તે વાપરીને તૃપ્ત થયા. પછી સ્વસ્થ થઈને અન્યત્ર વિહાર કર્યો.
રત્નવીર રાજા આદરેલા જિનોક્ત ધર્મનું સારી રીતે આરાધન કરીને આયુઃક્ષયે મૃત્યુ પામી તમે રત્નપાળ થયા છો. શ્રીદેવી રાણી મૃત્યુ પામીને તમારી રાણી શૃંગારસુંદરી થઈ છે. સિદ્ધદત્ત તમારા તાપથી તાપસ થઈ અજ્ઞાન તપ કરી મરણ પામીને જયમંત્રી થયો અને તેણે તમારા રાજ્યનું હરણ કર્યું હતું. પૂર્વે તમે એનું વહાણ બાર દિવસ રોકી રાખ્યું હતું તેથી આ ભવમાં બાર વર્ષ સુધી તેણે તમારું રાજ્ય ભોગવ્યું. પૂર્વે તમે એને બહુ દંડ્યો હતો તેથી તે આ ભવમાં તમારો વૈરી થયો. શૃંગારસુંદરીએ પૂર્વભવે માર્ગમાં કાર્યોત્સર્ગધ્યાને રહેલા કોઈ મુનિને તેના પર ધુળ નાખવા વગેરેથી ઉપદ્રવ કર્યો હતો, તે પાપના ઉદયથી આ ભવમાં જયમંત્રીએ તેની વિડંબના કરી. ‘મહામુનિઓને અલ્પ પણ ઉપસર્ગ કર્યો હોય તો તે મહાદુઃખને આપનાર
Page #154
--------------------------------------------------------------------------
________________
પંચમ પલ્લવઃ
૧૩૫
થાય છે.' ધનદત્તનો જીવ પરદેશી પુરુષ થયો. જેને રોગીપણામાં તમે વનમાં આરાધના કરાવી હતી, તે મરણ પામીને દેવ થયો. તેણે પૂર્વભવની પ્રીતિથી તમને મંત્રી સાથેના સંગ્રામમાં ઘણી સહાય કરી. હે નૃપ ! તમને મુનિદાનથી થયેલા પુણ્યના પ્રભાવથી ફરી ભોગસુખને આપનાર સ્વરાજય અને ત્રિખંડાધિપત્યની પ્રાપ્તિ થઈ. તમે તંદુલના જળવડે મુનિયુગ્મને પાત્ર ભરી આપ્યું હતું તે પુણ્યવડે તમને આ ભવમાં રસકુંભની પ્રાપ્તિ થઈ. પૂર્વભવે કનકમંજરીએ પોતાના સેવકને “અરે કુષ્ટી ! મારે કહ્યું કેમ કરતો નથી?” એમ કહ્યું હતું તેથી આ ભવમાં તે કુષ્ટી થઈ. તેમજ ગુણમંજરીએ પોતાના સેવકને “અરે અંધ ! શું જોઈ શકતો નથી?” એમ કહ્યું હતું, તેથી આ ભવમાં તે અંધ થઈ. તે કર્મના વિપાક ભોગવ્યા પછી તેને તમારાથી ગુણ થયો. હે ગૃપ ! બાંધેલાં કર્મની આલોચના ન કરી હોય તો ભોગવ્યે જ છૂટકો થાય છે.”
આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળીને તેમજ શુભાશુભ ફળરૂપ કર્મના વિપાકને જાણીને રત્નપાળ રાજા ધર્મમાં વિશેષ ઉદ્યમવત થયો. પછી રાજાએ તે કેવળજ્ઞાની ભગવંતને આગ્રહ કરીને પોતાના નગરમાં ચાતુર્માસ કરાવ્યું અને ભક્તિપૂર્વક ધર્મની પ્રભાવના કરી. ઘણા દેશોમાં અમારિ પ્રવર્તાવી અને પોતાની આજ્ઞાવડે સાત વ્યસનોનું નિવારણ કરાવ્યું. જિનમંદિરમાં ગીત નૃત્ય વાજીંત્રપૂર્વક ધ્વજાદિક અનેક મહોત્સવો કર્યા અને નિરંતર મહાપૂજા કરાવી.
એક વખત કોઈક પર્વ દિવસે રાજા પૌષધ ગ્રહણ કરીને ગુરુભગવંત પાસે બેઠો અને ગુરુભગવંતને “સંસારનું સ્વરૂપ કેવું છે?' એમ પૂછ્યું. ગુરુમહારાજ બોલ્યા કે-“હે નૃપ ! આ સંસાર અતિ ગહન છે કે જેમાં સંસારી જીવો કર્મના ઉદયથી વારંવાર જુદી જુદી ગતિમાં જન્મ ધારણ કરે છે. તે જ જીવ તિર્યંચ થાય છે, તે જ નારકી થાય છે, તે જ મનુષ્યપણું પામે છે અને તે જે જીવ દેવ પણ થાય છે. વળી પિતા મરીને પુત્ર થાય છે, પુત્ર પિતા થાય છે, માતા વધુ થાય છે, વધૂ માતા થાય છે. બંધુ વૈરી થાય છે અને વૈરી બંધ થાય છે. આમ ભવાંતરમાં જુદા જુદા ભવો થાય છે. સંસારમાં કોઈ કોઈનું નથી, સંસારી જીવ ફોગટ મોહ ધરાવે છે. આ સંબંધમાં વસુદત્તના પુત્રની કથા છે.” પુત્રના બીજા ભવમાં સ્વચ્છંદપણે વનના લતામંડપમાં ક્રીડા કરતા પુત્રરૂપ પોપટને પિતાએ પાસવડે બાંધ્યો અને જનની તેને ખાઈ ગઈ. તેની કથા આ પ્રમાણે
વસુદત્તપુત્ર અરુણની કથા કંચનપુર નામના નગરમાં વસુદત્ત નામે સાર્થવાહ રહેતો હતો. તેને વસુમતિ નામે ભાર્યા હતી અને અરૂણ નામે પુત્ર થયો હતો. તે પુત્ર માતાપિતાને બહુ જ પ્રિય હતો. તેના વિના એક ક્ષણ પણ તેઓ રહી શકતા નહોતા. એક વખત બહુ જ આગ્રહ કરીને તે પુત્ર દેશાંતર વેપાર કરવા માટે ગયો. ત્યાંથી લક્ષ દ્રવ્ય પ્રાપ્ત કરીને તે પાછો ઘર તરફ વળ્યો. માર્ગે આવતાં ભીમાટવીમાં તે શૂળના રોગથી મરણ પામ્યો અને રાજપોપટ થયો. તેનું કેટલુંક ધન ચાલ્યું ગયું અને કેટલુંક લોકોએ આવીને તેના પિતાને આપ્યું. પુત્રના મરણના ખબર સાંભળીને તેની માતા અત્યંત દુઃખવડે હૃદય ફાટી જવાથી મરણ પામી અને તે પોતાના ઘરમાં જ બીલાડી થઈ. વસુદત્તશેઠ એક વખત વેપાર માટે પરદેશ ગયો અને ત્યાંથી લાભ મેળવીને પાછા વળતાં
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય ભીમાટીમાં આવ્યો. પૂર્વજન્મનો તેનો પુત્ર અરૂણ રાજપોપટ થયો હતો. તે જે આંબાના વૃક્ષ પર રહેલો હતો ત્યાં જ ભવિતવ્યતાને યોગે તે આવ્યો. વસુદત્તે આંબાના વૃક્ષ ઉપર તેને જોયો તેથી મોહવડે જાળ નાખી તેમાં તે પોપટને પકડીને પોતાના ઘરે લઈ આવ્યો. પછી સુંદર પાંજરામાં નાખીને તેને રાખ્યો અને તેનું પુત્રની જેમ પાલન કરવા લાગ્યો. તેને તે પોતાની સાથે જમાડવા લાગ્યો અને રાત દિવસ ભણાવવા લાગ્યો. એક દિવસ શેઠ તેનું પાંજરું બંધ કરવું ભૂલી ગયા તેથી પેલી બિલાડીએ તક મળી જવાથી તે પોપટને મારી નાંખ્યો. વસુદત્તને તે વાતની ખબર પડવાથી અત્યંત શોક થયો અને અહર્નિશ તે શોકાકુળ રહેવા લાગ્યો.
એક વખત ત્યાં કોઈ કેવળી ભગવંત પધાર્યા. વસુદત્ત તેમને વંદન કરવા ગયો અને પોતાને પોપટ ઉપર આટલો બધો મોહ કેમ થયો ? તેનું કારણ પૂછ્યું, એટલે કેવળી ભગવંતે તે પોપટ સાથેનો પિતાપુત્ર તરીકેનો સંબંધ કહી સંભળાવ્યો. તેથી વૈરાગ્ય પામીને વસુદરે ચારિત્ર લીધું અને તે ચારિત્ર પાળીને મોક્ષે ગયો.”
રત્નપાળ ! આ સંસારનું સ્વરૂપ આવું વિચિત્ર છે. તેની માતા બિલાડી થયેલી અને પોપટરૂપે રહેલા પોતાના પુત્રને ખાઈ ગઈ. આ પ્રમાણે સંસારનું વૃત્તાન્ત કહીને કેવળીએ કહ્યું કે-“હે રાજનું ! સંસારનો ઉચ્છેદ કરવા માટે પ્રથમ મન, વચન, કાયાને સ્થિર કરવા. મનુષ્યને વિશુદ્ધ મન, વચનનો સંયમ અને ઇન્દ્રિયોનો નિગ્રહ–એ ત્રણ તીર્થરૂપ છે. તેની આરાધના કરવાથી તે સ્વર્ગ તેમજ મોક્ષને પામે છે. ભીનો અને સુકો એમ બે માટીના ગોળાને કોઈ એક ભીંત તરફ ફેંકે તો ભીની માટીનો ગોળો ભીંત સાથે ચોટી જાય છે અને સુકો ગોળો તે ભીંત સાથે અથડાઈને નીચે પડે છે. તે રીતે જે દુર્બુદ્ધિવાળા અને કામલાલસાવાળા મનુષ્ય હોય છે તેઓ સંસારમાં ચોટે છે અને જેઓ વિરક્ત હોય છે તેઓ સુકા ગોળાની જેમ તેમાં ચોટતા નથી, તેનાથી છુટા પડે છે.”
આ પ્રમાણેનો ગુરુભગવંતનો ઉપદેશ સાંભળીને શુભમતિવાળો રત્નપાળરાજા સંસારથી વિમુખ થયો અને દીક્ષાનો અભિલાષી થયો. પછી તેણે મેઘરથ નામના મોટા પુત્રને પોતાના સ્થાને સ્થાપન કર્યો તેને મુખ્ય રાજય આપ્યું અને હેમરથાદિ બીજા સો પુત્રોને જુદા જુદા દેશ આપ્યા. લોકોને વાંછિત દાન આપીને સૌને ઋણરહિત કર્યા. અનેક તીર્થોમાં પુષ્કળ દ્રવ્ય વાપર્યું અને સત્પાત્રોનું પોષણ કર્યું પછી શુભ દિવસે હસ્તિપર બેસીને સર્વ સૈન્યથી પરિવરેલા રાજા મહોત્સવપૂર્વક દિક્ષા લેવા માટે ગુરુમહારાજ પાસે આવ્યો અને એક હજાર રાજાઓ, પોતાની નવ રાણીઓ અને બીજા કેટલાક પુરુષોની સાથે રત્નપાળ રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું..
તેણે પ્રથમ બાહ્ય રાજયને પામીને બાહ્ય શત્રુને જીત્યા હતા. હવે અંતરંગ શત્રુઓને જીતવા માટે સંયમ સામ્રાજય ગ્રહણ કર્યું. વળી તેણે ભાવરિપુને જીતવા માટે ક્ષમારૂપ ખગ્ન, જિનાજ્ઞારૂપ માથે ટોપ અને શીલરૂપ બખ્તર પ્રહણ કરીને જ્ઞાનરૂપ હસ્તિપર આરોહણ કર્યું.. મેઘરથ વગેરે પુત્રો પિતાને નમીને પોતાના સ્થાને ગયા અને રત્નપાળ રાજર્ષિએ કેવળી ભગવંતની સાથે વિહાર કર્યો. થોડા સમયમાં સર્વસિદ્ધાંતના પારગામી થવાથી ગુરુએ તેમને સૂરિપદ આપ્યું. તેમણે ઉપદેશરૂપ પ્રભાવડે સૂર્યની જેમ ભવ્યજીવોરૂપ કમળના વનને પ્રફૂલ્લિત
Page #156
--------------------------------------------------------------------------
________________
પંચમ પલ્લવઃ
૧૩૭
કર્યું. એક વખત ક્ષપકશ્રેણિપર આરોહણ કરી ઘાતિકર્મ ખપાવીને તેઓ કેવળજ્ઞાન પામ્યા.
ત્યારપછી પાંચ હજાર મુનિઓથી પરિવરેલા તે રત્નપાળ કેવળી ૮૫ લાખ વર્ષનું આયુ પાળી અનેક જીવોને ધર્મોપદેશ આપી, પ્રાંતે અનંતનાથ અને ધર્મનાથપ્રભુના આંતરામાં સર્વકર્મ ખપાવી સિદ્ધિપદને વર્યા. શૃંગારસુંદરી સાધ્વીજી પણ પ૦૦ સાધ્વીજી સહિત મોક્ષસુખને પામ્યા.’’
આ પ્રમાણે શીલધર્મના મહાત્મ્ય ઉપર શૃંગારસુંદરીની કથા કહી અને રત્નપાળ રાજાના પુણ્યપ્રભાવનું પણ વર્ણન કર્યું. તેમજ શીલના સંબંધવાળી બીજી આઠ રાણીઓની કથા પણ કહી. શ્રી વીરપરમાત્મા કહે છે કે—‘ભો ભવ્યો ! શીલધર્મના મહાત્મ્ય ઉપર રત્નપાળ રાજા અને તેની પ્રિયાની કથા સાંભળીને ત્રિવિધે ત્રિવિધ શીલધર્મ પાળવા તત્પર થાઓ. શીલધર્મ ઉપર શ્રી મલ્લિજિનેશ્વર, નેમિનાથ પ્રભુ, જંબુસ્વામી, સમ્યગ્દર્શનવાળા સુદર્શન શેઠ, શ્રી સ્થૂલિભદ્રસ્વામી, સરસ્વતી, સુલસા, સીતા અને સુભદ્રાદિક જેઓ થઈ ગયા છે અને થવાના છે તેમના દૃષ્ટાંતો જાણવા.''
અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે કે—જેમનું મન બ્રહ્મની વિચારણામાં ક્ષણ માત્ર પણ સ્થિરતા પામ્યું, તેણે સર્વ તીર્થોમાં સ્નાન કર્યું. સર્વ પૃથ્વી દાનમાં આપી, હજારો યજ્ઞો કર્યા, સેંકડો દેવોને સંતોષ્યા અને પોતાના પિતૃઓને સંસારના દુઃખમાંથી ઉદ્ધર્યા તેમજ તે ત્રણ ભુવનને વંઘ થયા.” શીલ ભાગ્યરૂપી લતાનું મૂળ છે, કીર્તિનદીને વહેવા માટેના ગિરિરૂપ છે અને ભવસમુદ્ર તરવા માટે યાનપાત્ર સમાન છે.
આ પ્રમાણે ધર્મરૂપી કલ્પવૃક્ષની શીલરૂપી બીજી શાખાનું વર્ણન શ્રી વીરપરમાત્માને મુખેથી સાંભળીને અનેક ભવ્યજીવો આનંદ પામ્યા.
શ્રી વીરપરમાત્માની દેશનામાં ચાર શાખાયુક્ત ધર્મકલ્પદ્રુમની બીજી શીલધર્મરૂપ શાખામાં શ્રી રત્નપાળ–પ્રિયા શૃંગારસુંદરીની કથારૂપ પંચમો પલ્લવ સમાપ્ત.
Page #157
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો પલ્લવઃ
ધર્મવૃક્ષની તૃતીય તપરૂપ શાખાનું વર્ણન:
ચક્રવર્તી રાજાને વાસુદેવને, બળદેવને, અન્ય વિદ્યાધરેન્દ્રોને ધરણેન્દ્ર કરેલા વિદ્યા પ્રસાદવાળા અનેક વિદ્યાધરોને, તેમજ વ્યંતર, ભવનપતિ, જ્યોતિષી અને વૈમાનિકોના ઇંદ્રોને પણ જેમના ચરણકમળની સેવા પૂર્વના પુણ્યવડે જ પ્રાપ્ત થઈ શકે છે, તે શ્રી તીર્થંકરભગવંતો જયવંતા વર્તો, જેના કારણે નિદ્રાને દૂર કરનાર સૂર્ય નિયમિત ઉગે છે, સમુદ્રની ભરતી જે મર્યાદામાં રહે છે, સૂર્યના તાપની આપત્તિને જે અંબુદ સમાવે છે, દિવ્ય કરવાથી જે શુદ્ધિ થાય છે, સૂર્યના તેજને પણ હરે એવી શરીરની કાંતિ પ્રાપ્ત થાય છે અને આ વિશ્વમાં જે પંચમહાભૂત પોતપોતાની મર્યાદામાં રહે છે તે બધો પ્રભાવ ધર્મનો જ છે. જે મનુષ્ય બુદ્ધિમાન, કુળવાનું, ક્ષમાવાનું, વિનયવાનું, દાતા, કૃતજ્ઞ, પંડિત, રૂપવંત ઐશ્વર્યયુક્ત, દયાળુ, અશઠ, દાંત, પવિત્ર, લજ્જાવાનું, સદ્ભોગી, દઢસૌહૃદયવાનું, મધુરવક્તા, સત્યવ્રતી નીતિમાનું અને બંધુઓના સમૂહવાળો હોય છે, તેનો જ મનુષ્યજન્મ સફળ સમજવો. પરભવમાં પણ તેને જ ભાગ્યશાળી માનવો.
હવે શ્રીગૌતમસ્વામી ભગવંત શ્રીમહાવીરસ્વામીને નમસ્કાર કરી અંજલી જોડીને કહે છે કે-“હે પ્રભુઆપની કૃપાથી શીલગુણનું વર્ણન તો અમે સાંભળ્યું, હવે ધર્મરૂપ કલ્પવૃક્ષની ત્રીજી તારૂપ શાખાનું ફળ સાંભળવા હું ઇચ્છું છું, તેમજ અહીં બેઠેલા બીજા ભવ્યજનો પણ તે સાંભળવા ઇચ્છે છે, માટે તે કહેવાની કૃપા કરો.” આ પ્રમાણેની શ્રીગૌતમસ્વામીની વિજ્ઞપ્તિ સાંભળીને મેઘ સમાન ગંભીર અને સર્વ લોકોના સંશયને હરનારી વાણીવડે ચરમ તીર્થંકરશ્રીવીરપરમાત્માએ કહ્યું કે–“હે ભવ્યજીવો ! મનુષ્યભવ પામીને બાર પ્રકારનો તપ યથાશક્તિ અવશ્ય કરવો. તપ સર્વઅર્થને સાધી આપનાર છે, તેજના ધામરૂપ અને દુઃખનો નાશ કરનાર છે. ભુવનોદરમાં કર્મરૂપી હસ્તિ ત્યાં સુધી જ નિર્ભયપણે ગર્જારવ કરી શકે છે કે જ્યાં સુધી ચિત્તરૂપી ગુફામાં નિવાસ કરનાર તારૂપીસિંહ સાવધાન થઈને રમતો નથી. અમે પણ જે પ્રવ્રયા ગ્રહણ કરી, કેવળજ્ઞાન મેળવ્યું અને મોક્ષ મેળવશું તે બધો શ્રુતિ અને વાચાને અગોચર તપનો જ મહાપ્રભાવ છે. શ્રીતીર્થકરો પણ ત્રણે કલ્યાણક વખતે વિવિધ તપ કરવા દ્વારા કર્મ નિર્જરા સાધે છે.
(સુમતિનાથ પરમાત્માએ એકાસણું કરીને, શ્રીવાસુપૂજય સ્વામીએ એક ઉપવાસ કરીને, શ્રી પાર્શ્વનાથ ને શ્રીમલ્લિનાથે અઠ્ઠમ અને બાકીના પ્રભુએ છઠ તપ કરીને ચારિત્ર અંગીકાર કર્યું છે. શ્રી ઋષભદેવ, શ્રીમલ્લિનાથ ને શ્રીપાર્શ્વનાથે અઠ્ઠમ કરીને, શ્રીવાસુપૂજ્યસ્વામીએ એક
Page #158
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો પલ્લવઃ
૧૩૯
ઉપાવાસ કરીને અને બાકીના પ્રભુએ છઠ્ઠ તપ કરીને કેવળજ્ઞાન મેળવ્યું છે. છ ઉપવાસ કરીને શ્રી ઋષભદેવ, બે ઉપવાસે શ્રી વીરપ્રભુ અને બાકીના પ્રભુ માસક્ષપણ કરીને મોક્ષે ગયા છે.) - જેમ શરીરના બાહ્ય ભાગ પર લાગેલા મળની શુદ્ધિ જળથી થાય છે, શરીરમાં આહારથી થયેલા મળની શુદ્ધિ ઔષધથી થાય છે, દુર્વચનરૂપ મળની શુદ્ધિ દિવ્યથી થાય છે, તેમ દુષ્કર્મ રૂપ મળની શુદ્ધિ તપ વડે થાય છે. જ્ઞાનીઓએ અનેક પ્રકારના તપો કહ્યા છે. તેમાં વિશ સ્થાનક તપ દ્વારા તીર્થંકર નામકર્મનો બંધ થાય છે. તે આ પ્રમાણે :
1. શ્રીઅરિહંતની પ્રતિમાની અંગપૂજા અને સ્તુતિ સ્તવનાદિવડે ભાવપૂજા કરવાથી જીવ વર્ણાદિવિરહિત મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરે છે. (૧)
સિદ્ધિ સ્થાનમાં રહેલા સિદ્ધોની સ્તુતિ કરવાથી, તેમના ઉત્સવ, પ્રતિજાગરણાદિ કરવાથી તેમજ તેમના ૩૧ ગુણો સ્તવવાથી બીજા પદનું આરાધન થાય છે. (૨)
સમ્યપ્રકારે પ્રવચનથી ઉન્નતિ કરવી, ગ્લાન તેમજ ક્ષુલ્લક સાધુની સેવા કરવી, તેમજ જૈન શાસનની ભાવપૂર્વક ભક્તિ કરવી તે ત્રીજું સ્થાનક છે. (૩)
ગુર
ગુરુ મહારાજને હાથ જોડીને વસૂઆહારાદિ આપવું, તેમની અસમાધિ દૂર કરવી. તેમજ અન્ય પ્રકારે ભક્તિ કરવી તે ચોથું સ્થાનક છે. (૪).
સ્થવિરો બે પ્રકારના છે–વયસ્થવિર ને ગુણસ્થવિર. તે બંનેની યથાયોગ્ય ભક્તિ કરવી તે પાંચમું સ્થાનક છે. (૫)
બહુશ્રુત, સર્વસૂત્રઅર્થના જ્ઞાતા અને તત્ત્વશાળી એવા ઉપાધ્યાયની પ્રાસુક અન્નપાનાદિવડે ભક્તિ કરવી તે છઠું સ્થાનક છે. (૬)
સદા ઉત્કૃષ્ટ તપ કરનારા તપસ્વી મુનિઓનું વિશ્રામણાદિ વડે વાત્સલ્ય કરવું તે સાતમું સ્થાનક છે. (૭)
જ્ઞાનનો સતત ઉપયોગ રાખવો, દ્વાદશાંગીરૂપ આગમના સૂત્ર, અર્થ તેમજ ઉભયનું જ્ઞાન મેળવવું અને તે જ્ઞાનની ભક્તિ કરવી તે આઠમું સ્થાનક છે. (૮)
શંકાદિ દોષરહિત અને ધૈર્યાદિ ગુણસહિત શમાદિ લક્ષણવાળા દર્શન અને દર્શનીની ભક્તિ કરવી–તેને ધારણ કરવું તે નવમું સ્થાનક છે. (૯)
જ્ઞાનનો, દર્શનનો ને ચારિત્રનો વિનય તેમજ ઉપચાર–વિનય આ ચાર પ્રકારનો વિનય કરવો તે દશમું સ્થાનક છે. (૧૦)
ઇચ્છા-મિચ્છાદિ દશ પ્રકારની સામાચારીનું તેમજ આવશ્યકાદિનું આરાધન કરવું તે અગ્યારમું ક્રિયા સ્થાનક છે. (૧૧).
નવબ્રહ્મગુપ્તિ સહિત વિશુદ્ધ શીલવ્રતને નિરતિચારપણે પાળવું તે બારમું સ્થાનક એ છે. (૧૨)
Page #159
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય
ક્ષણે ક્ષણે ને *લવે લવે શુભ ધ્યાન કરવું અને પ્રમાદનું પરિવર્જન કરવું તે તેરમું સ્થાનક છે. (૧૩)
૧૪૦
શક્તિ પ્રમાણે બાહ્ય અત્યંતર બાર પ્રકારનો તપ કરવો અને અસમાધિનો ત્યાગ કરવો એ ચૌદમું સ્થાનક છે. (૧૪)
શુદ્ધ અન્નપાનવડે તપસ્વી એવા અતિથિ (મુનિ) વગેરેની ભક્તિ કરવી અર્થાત્ સુપાત્રદાન દેવું તે પંદરમું સ્થાનક છે. (૧૫)
ગચ્છની અંદર રહેલા બાળગ્લાનાદિક દશેનું અન્નપાન વડે તેમજ વિશ્રામણાદિ વડે વૈયાવૃત્ય કરવું તે સોળમું સ્થાનક છે. (૧૬)
સર્વ લોકોને તેની પીડાદિકના નિવારણવડે દ્રવ્ય સમાધિ અને ભાવ સમાધિ ઉપજાવવી તે સત્તરમું સ્થાનક છે. (૧૭)
સૂત્ર, અર્થ ઉભય એ ત્રણ ભેદથી અપૂર્વ જ્ઞાનનું જે ગ્રહણ કરવું તેને સર્વજ્ઞોએ અઢારમું સ્થાનક કહ્યું છે. (૧૮)
પુસ્તકો લખાવવા વગેરેથી તેમજ તેનું વ્યાખ્યાનાદિ કરવાથી શ્રુતની ભક્તિ કરવી તે ઓગણીસમું સ્થાનક કહ્યું છે. (૧૯)
વિદ્યા, વાદ, નિમિત્તાદિ વડે આઠ પ્રકારે પ્રવચનની પ્રભાવના કરવી તથા જૈનશાનની ઉન્નતિ કરવી તે વીસમું સ્થાનક કહેલું છે. (૨૦)
આ વીશ પૈકી એકેક સ્થાનનું આરાધન પણ જિનનામ કર્મના બંધનું કારણ છે. પૂર્વે થયેલા શ્રીતીર્થંકરોએ તે વીશપૈકી એક, બે, ત્રણનું તેમજ કોઈએ સર્વ સ્થાનકોનું આરાધન કરેલું છે. શ્રી ઋષભદેવ પ્રભુ અને શ્રીવીર પ્રભુએ વીશેવીશ પદની આરાધના કરી છે બાકીના પ્રભુએ એક-બે-ત્રણ ઇત્યાદિ પદોની આરાધના કરી છે. ‘જેમ તારાનું તેજ હરવામાં સૂર્ય, અંધકારને દૂર કરવામાં ચંદ્ર, વનની વેલડીઓના વિનાશમાં હાથી, શીતને દૂર કરવામાં અગ્નિ, વરસાદને દૂર લઈ જવામાં પવન, પર્વતોનો નાશ કરવામાં વજ, અપયશને દૂર કરવામાં દાન, ઝેરને દૂર કરવામાં મણિ અને વ્યાધિ માત્રને દૂર કરવામાં અમૃત અમોઘ ઉપાય રૂપ છે, તેમ વારંવાર સંસારમાં જન્મ લેનારા પ્રાણીઓના પાપને દૂર કરવામાં તપ અમોઘ ઉપાય છે. વિશુદ્ધિપૂર્વક કરાયેલો તપ ત્રિભુવનાધિપતિની પદવીનું સૌભાગ્ય આપે છે. અદ્ભુત રૂપ આપે છે. અનર્ગલ લક્ષ્મી આપે છે, (મચ-) કુંદના પુષ્ય જેવો ઉજ્જ્વળ યશ વિસ્તારે છે, દેવ અને મનુષ્યોના સુખભોગ આપે છે તેમજ પ્રાંતે મોક્ષ સુખ પણ આપે છે. આ જગતમાં એવું શું છે કે જે તપ દ્વારા પ્રાપ્ત થતું નથી. તપના મહાત્મ્યથી પ્રાણીઓને પુરુષોત્તમ રાજાની જેમ તમામ પ્રકારના વાંછિતાર્થની સિદ્ધિ થાય છે.
* લવ–એક પ્રકારના સયમનું નામ દા.ત. મિનીટ.
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૧
છઠ્ઠો પલ્લવ
( આ પ્રમાણે શ્રીવીરપ્રભુના વચનો સાંભળીને શ્રીગૌતમ ગણધરે વિનયપૂર્વક પૂછ્યું કેહે પ્રભુ ! પુરુષોત્તમ રાજાને તપના પ્રભાવથી વાંછિતની સિદ્ધિ શી રીતે થઈ તે પ્રકાશો.” શ્રીગૌતમસ્વામીની એ કથા જાણવાની ઈચ્છા જાણીને મેઘનું જળ જયાં જાય ત્યાં વસ્તુના વર્ણસમાન થઈ જાય છે તેમ સર્વ પ્રાણીઓ પોતપોતાની ભાષામાં સમજે એવી વાણીથી પ્રભુએ આ પ્રમાણે તેની કથા કહી -
પુરુષોત્તમ રાજાની કથા * “આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં પદ્મા (લક્ષ્મી)ના સુંદર મંદિર જેવું પદ્મિનીપુર નામે નગર છે ત્યાં લાખો લક્ષાધિપતિ ને ક્રોડાધિપતિઓ વસે છે અને ભોગી પુરુષો ત્યાં પરમાનંદથી પ્રપૂરિતપણે સુખભોગ ભોગવે છે. દૂધથી ગાય, કુસુમથી વલ્લી, શીલથી નારી, જળવડે સરોવર, સારા સ્વામીથી સભા અને રાજાથી વિદ્યા શોભે છે તેમ નગરી ધનવડે શોભે છે. તે નગરીમાં સુધર્મશીલ એટલે ધર્મયુક્ત આચારવાળા વિશુદ્ધ ચિત્તવાળા, તીર્થમાં અને પાત્રમાં દ્રવ્યનો વ્યય કરનારા, ભય વિનાના, વિયોગને શોકરહિત–એવા અનેક વિવેકી લોકો વસે છે.
જ્યાં ગુણીઓ, સત્યવાદીઓ, પવિત્ર આબરૂદાર અને ગુણનું ગૌરવ કરનાર મનુષ્યો વસતા હોય ત્યાં તેમજ જ્યાં અપૂર્વ જ્ઞાનનો લાભ થાય તેમ હોય ત્યાં જ બુદ્ધિમાનું મનુષ્ય વસે છે. જેમ ધનવાન પુરુષો પૂર્વે ઉપાર્જન કરેલું દ્રવ્ય વાપરે છે અને નવું પેદા કરે છે તેમ વિવેકીજનો પૂર્વભવના પુણ્યથી મળેલા સુખ ભોગવે છે અને નવું પુણ્ય ઉપાર્જન કરે છે. ત્યાં લોકોને પોતાની યશોગાનમાં કૃપણતાનું ગુણગણના ઉપાર્જનમાં લોભનું અને ધર્મના સેવનમાં અવિચ્છિન્ન તૃષ્ણાનું વ્યસન લાગેલું હતું. પદ્યોતર નામે રાજા તે નગરનું પ્રતિપાલન કરતો હતો. કમળની જેમ તેના ગુણની સુગંધથી આખું વિશ્વ વાસિત થયેલું હતું. “તેજ, સત્ત્વ, નીતિ, વ્યવસાયવૃદ્ધિ ઇંગિતનું જ્ઞાન, પ્રાગભ્ય, સુસહાય, કૃતજ્ઞતા, મંત્ર (છૂપીવાતોનું રક્ષણ, ત્યાગ (દાન) જનરાગ, પ્રતિપત્તિ (સેવા) મિત્રાર્જને કરુણાભાવ, નિરભિમાન અને આશ્રિત જનનું વાત્સલ્ય આ સત્તરગુણો પૂર્વ પુણ્યથી પ્રાપ્ત થયેલી પ્રભુતાવાળામાં જ હોય છે.”
- તે રાજાની સદ્ધર્મચારિણી મનોહરા નામે રાણી હતી. તે પાંચ હજાર રાણીઓમાં મુખ્ય હતી. એક વખત રાત્રીએ તે રાણીએ સ્વપ્નમાં શોભાવાળો, બળવાળો, પ્રચંડ અને પર્વત આકૃતિવાળો મોટો હસ્તિ જોયો. પ્રભાતે તેણે પોતાના સ્વામી રાજા પાસે તે સ્વપ્નની હકીકત નિવેદિત કરી અને પૂછ્યું કે “હે સ્વામી ! આ સ્વપ્નનું ફળ મને શું પ્રાપ્ત થશે ?” પોતાની બુદ્ધિની કુશળતાથી રાજાએ કહ્યું કે– હે પ્રિયે આ સ્વપ્નના પ્રભાવથી તને એક ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થશે.” તે સાંભળીને રાણી અત્યંત હર્ષ પામી. તે જ રાત્રીએ કોઈક દેવ સ્વર્ગથી વીને તેની કુક્ષિમાં ઉત્પન્ન થયો. રત્નગર્ભપૃથ્વી રત્નને ધારણ કરવાથી અને શુતિ (છીપ) મુક્તાફળના સમૂહને ધારણ કરવાથી શોભે તેમ તે ગર્ભને ધારણ કરતી રાણી વિશેષે શોભવા લાગી. ગર્ભના પ્રભાવથી રાણીને ઉત્તમ દોહદો થયા. રાજાએ તે પૂર્ણ કર્યા. અનુક્રમે શુભ દિવસે તેણે ભાગ્યવંત અને શુભાકૃતિવાળા પુત્રને જન્મ આપ્યો. પુત્ર પ્રાપ્તિ થવાથી રાજા અત્યંત હર્ષિત થયો. તેણે ઘણા વિસ્તારથી પુત્રનો જન્મોત્સવ કર્યો. તે પુત્રનું પુરુષોત્તમ નામ પાડવામાં આવ્યું.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૨
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય ધાત્રીઓથી લાલનપાલન કરાતો તે આઠ વર્ષનો થયો ત્યારે પૂર્વ અભ્યસ્ત કરેલી કળાઓની જેમ થોડા સમયમાં તેણે સર્વ કળાઓ ગ્રહણ કરી. ‘સ્વર્ગથી આવેલા મનુષ્યને શું દુષ્કર હોય ?'
‘કવિત્વ, આરોગ્ય, અત્યંતબુદ્ધિ, સ્ત્રીનું પ્રિયપણું, ઘણાં રત્નનો લાભ, દાનેશ્વરપણું અને સ્વજનોમાં માનનીયપણું—એ સ્વર્ગમાંથી આવેલા જીવના લક્ષણો (ચિહ્નો) છે. તેમજ સુધર્મી, સુભગ, નિરોગી, દયાળુ, ન્યાયી, કવી, સુસ્વપ્ની અને પાત્રમાં દાન કરનાર એ સ્વર્ગમાં જનારના ચિહ્નો છે.’ પ્રસ્તાવથી અન્યગતિમાં જનાર આવનારના ચિહ્નો પણ બતાવે છે.
‘બંધુજનોમાં વિરોધ, નિત્ય સરોગીપણું, મૂર્ખજનોનો સંગ, અત્યંત ક્રોધી અને વાણીમાં કટુતા-એ નરકમાંથી આવેલા મનુષ્યના ચિહ્નો છે. સરોગી, સ્વજનદ્વેષી, કટુવાણી, મૂર્ખની સંગત, નિર્દયતા, કૃતઘ્નતા અને અભિમાન પણું—એ નરકમાં જનારના ચિહ્નો છે.
ઘણું ખાનારો, સંતોષ વિનાનો, માયાવી, લુબ્ધ, ક્ષુધાતુર દુઃસ્વપ્ની, આળસુ અને મૂઢતા—એ તિર્યંચ ગતિમાંથી આવેલાના ચિહ્નો છે, માયી, લોભી, ક્ષુધાતુર, અકાર્યસેવી, કુસંગ કરનાર, બંધુનો દ્વેષી અને દયાહીનપણું—એ તિર્યંચ ગતિમાં જનારના ચિહ્નો છે.’
‘સરલ, વિનીત, દયાળુ, દાનરૂચિ, કોમળ, સહર્ષી અને મધ્યદર્શી—એ મનુષ્યગતિમાંથી આવેલાના ચિહ્નો છે. નિર્દંભી, દયાળુ, દાની, દાંત, દક્ષ, મૃદુ, સાધુજનનો સેવક અને જનતામાં ઉત્સાહ ઉપજાવનાર—તે આગામી ભવે મનુષ્ય થનારના ચિહ્નો છે.’
સાભિમાની, ગુણોવડેશ્રેષ્ઠ, વ્યવહારમાં ધાર્મિક અને વૈભવનો અભાવ છતાં સંતુષ્ટ (સંતોષી) હોય તેને માનવપણાના અંશવાળા મનુષ્યો સમજવા. ધીરોદ્ધત, અલ્પ અલ્પગુણો વડે પણ મોટાઈવાળા, આરાધ્યની સાથે પણ ગર્વિત અને લોકોને ઉપતાપ ઉપજાવવામાં પ્રવીણ હોય તેવાઓને દાનવપણાના અંશવાળા મનુષ્યો સમજવા. લોકોત્તર ગુણોથી યુક્ત, નમ્ર, પોતાની કીર્તિસાંભળીને પણ લજ્જા પામતાં તથા પરાર્થને જ સ્વાર્થ માનનારા પુરુષોત્તમને દેવના અંશવાળા મનુષ્યો સમજવા. સાત્ત્વિક, સુકૃતિ (પંડિત) અને દાની, રાજસી, વિષયી અને ભ્રમી, તામસી, પાતકી અને લોભી—આ ત્રણ પ્રકારની ત્રિપુટીમાં સાત્ત્વિકી ત્રિપુટી ઉત્તમ છે.
શાસ્ત્રકળા અને શસ્રકળાના અભ્યાસમાં પ્રવિણ થયેલો તથા સાત્ત્વિક ગુણોવડે પૂર્ણ એવો તે કુમાર અનુક્રમે પાવન એવી યૌવનાવસ્થાને પામ્યો. પૂર્વપુણ્યના પ્રભાવ વડે મહાલીલાવાળા પુરંદર જેવો તે કુમાર સરખે સરખા મિત્રોની સાથે સ્વેચ્છાએ ક્રીડા કરવા લાગ્યો.
તે સમયમાં કર્ણાટક દેશમાં શ્રી વિશાલપુર નામના નગરમાં રૂપવડે કામદેવને પણ જીતનાર પદ્મરથ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને શીલરૂપી શૃંગાર ને ધારણ કરનારી વિનીત, અન્ય વનિતાઓમાં શ્રેષ્ઠ તથા ગુણવતી એવી પદ્મશ્રી નામે રાણી હતી. તેને સેંકડો માનતાઓથી પદ્મિનીના લક્ષણોવાળી પદ્માવતી નામે પુત્રી થઈ, તેને જોતાં પદ્મને મૂકીને જાણે પદ્મા (લક્ષ્મી જ) સાક્ષાત્ આવી હોય તેમ જણાતું હતું. સેંકડો મનોરથની સાથે વૃદ્ધિ પામતી તે ચોસઠ કળામાં નિપુણ થઈ અને અનુક્રમે યૌવનાવસ્થા પામી. તેને વિવાહયોગ્ય થયેલી જોઈને રાજાને પદ્માવતીના લગ્નની ચિંતા થતા તેમણે પદ્માવતીનો સ્વયંવર કરવાનો નિર્ણય કર્યો. તે
Page #162
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો પલ્લવઃ
૧૪૩ જાણીને પદ્માવતીએ પિતાને કહ્યું કે– હે પિતાજી ! મારે એવી પ્રતિજ્ઞા છે કે જે રાધાવેધ સાથે તેને પરણવું.” એ હકીકત જાણીને રાજાએ સ્વયંવરમંડપમાં રાધાવેધની ગોઠવણ કરી. * ત્યારબાદ પદ્મરથ રાજાએ અનેક દેશના રાજાઓને અને રાજકુમારોને આમંત્રણ આપવા માટે પોતાના મંત્રીઓને મોકલ્યા તેથી રાજાઓ પણ અનુક્રમે આવવા લાગ્યા. મંત્રીના આમંત્રણથી પુરુષોત્તમકુમાર પણ મિત્રો અને સૈન્ય સહિત અનેક પ્રકારની શોભાના આડંબર સાથે ત્યાં આવ્યો. બધા રાજાઓ સ્વયંવરમંડપમાં જુદા જુદા આસન પર બેઠા. ત્યારે ઋદ્ધિમાં અને રૂપમાં પોતરરાજાનો પુત્ર પુરુષોત્તમ સર્વ કરતાં અધિક શોભવા લાગ્યો.
હવે શૃંગારને ધારણ કરવાથી પૃથ્વી ઉપર આવેલી દેવાંગના જેવી શોભતી અને સખીજનોથી પરિવરેલી પદ્માવતી સુખાસનમાં બેસીને ત્યાં આવી. પછી સુખાસનમાંથી ઉતરીને સર્વ રાજાઓને જોતી અને લજ્જાવડે કાંઈક ઢાળેલા નેત્રવાળી પદ્માવતી હાથમાં વરમાળા લઈને સ્વયંવર મંડપમાં આવી. તેને જોઈને બધા રાજાઓ કામદેવના બાણો વડે વીંધાયા. તેઓ અનિમેષ દૃષ્ટિથી તેની સામે જોવા લાગ્યા તેથી તેમની દષ્ટિઓ ચંભિત થઈ ગઈ હોય એવું લાગતું હતું.
તે સ્વયંવરમંડપના મધ્યમાં એક મોટો સ્તંભ ઊભો કર્યો હતો. સ્તંભની નીચે એક તપાવેલા તેલની કડાઈ મૂકવામાં આવી હતી, સ્તંભની ઉપર બાર આરાવાળું ચક્ર ગોઠવ્યું હતું, તે અવિચ્છિન્ન ફર્યા કરતું હતું, તે ચક્રની ઉપર એક પુતળી રાખી હતી, તે નાટક કરતી કરતી ભમ્યા કરતી હતી. તે પુતળીનું પ્રતિબિંબ તેલની કડાઈમાં પડતું હતું. તેની તરફ નીચી દૃષ્ટિ રાખીને જે ઉપર બાણ મૂકી તે પુતળીની ડાબી આંખને વીધે તેને રાધાવેધ કર્યો કહેવાય છે.
પદ્મરથ રાજાએ બધા રાજાઓ બેસી ગયા પછી કહ્યું કે–“મારી પુત્રીએ જે રાધાવેધ સાથે તેને વરવાની પ્રતિજ્ઞા કરેલી છે, તેથી આપનામાંથી જે રાધાવેધ સાધી શકો તે પ્રયત્ન કરો.” તે સાંભળીને ત્યાં આવેલા રાજાઓનો મોટો ભાગ રાધાવેધ સાધવામાં અજ્ઞાત હોવાથી શ્યામમુખવાળો થઈને નીચું જોવા લાગ્યો. તેટલામાં ધનુર્વેદમાં કુશળ, શબ્દવેધી બાણ મારનાર અને પ્રવિણ એવો પુરુષોત્તમકુમાર પોતાના આસન પરથી ઊભો થઈને જ્યાં રાધાવેધનો સ્તંભ હતો ત્યાં આવીને ઊભો રહ્યો. ત્યારબાદ ધનુષ્યગ્રહણ કરીને, પણછ ચડાવીને તેની સાથે બાણને જોડીને નીચે કડાઈમાં જોતાં બાણ દ્વારા ઉપર રહેલી રાધાપુતળીની ડાબી આંખ વીંધી. તે વખતે “આણે અસાધ્ય કાર્યને સાધ્ય કર્યું તેથી તેનો જય થાઓ ! એવી આકાશવાણી થઈ અને દેવોએ પુષ્પોની વૃષ્ટિ કરી.
' પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થયેલી જોઈને પદ્માવતી હર્ષથી પ્રફૂલ્લિત નેત્રવાળી થઈને ચિંતવવા લાગી કે–“હું આ પુરુષોત્તમ કુમારને પ્રથમ જોતાં જ તેના રૂપથી મોહ પામી હતી અને તેના માટે સભિલાષા થઈ હતી, તેણે જ મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી, તેથી મારે તો “ભાવતું હતું ને વૈદ્ય બતાવ્યું.” તેવું છે. આ પ્રમાણે વિચારીને તેણે તેની પાસે જઈને તેના કંઠમાં વરમાળા આરોપણ કરી. પદ્મરથ રાજાએ તુરત જ વિવાહની સામગ્રી તૈયાર કરાવીને પુરુષોત્તમકુમાર સાથે રાજપુત્રીનો પાણિગ્રહણ મહોત્સવ કર્યો. ત્યારબાદ બીજા સર્વે રાજાઓને સારી રીતે સત્કાર
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્યો કરીને વિદાય કર્યા અને પુત્રીને યોગ્ય શિક્ષા આપીને પુરુષોત્તમકુમારની સાથે વિદાય કરી. પુરુષોત્તમકુમાર પણ સ્ત્રી સહિત આનંદ પૂર્વક પોતાના નગરે આવ્યો. પિતાએ તેનો સારી રીતે નગરપ્રવેશ કરાવ્યો. પદ્મોત્તર રાજા પણ પુત્રવધૂને જોઈને તથા તેના રૂપ અને ગુણથી પ્રસન્ન થઈને પોતાના પુત્રને ભાગ્યશાળી માનવા લાગ્યો.
શીલ, માદેવ, આર્જવ, કુશળતા, નિર્લોભતા, લજ્જા, વાત્સલ્ય, સ્વપર ને અતિથિ વગેરેમાં યોગ્ય વર્તન કરનાર, સેવકોના મનનું પણ આવર્જન કરનાર, સસરાના ઘરમાં રહીને. પણ ઉચિત જાળવવામાં સ્થિર મનવાળી અને તેના દુષણોને ઢાંકનારી સ્ત્રી કુળના ભૂષણ રૂપ છે આવા ગુણો વિનાની હોય તેને ભારભૂત જાણવી.” કુમારે ત્યાં રાધાવેધ સાધ્યો એ વાત સાંભળીને રાજા વિશેષ પ્રસન્ન થયા અને તે વિનીત કુમારને યુવરાજ પદે સ્થાપિત કર્યો..
એક દિવસ રાજા પુત્ર સહિત સભામાં બેઠા હતા. છત્રીસ રાજકુળો મળીને રાજાના ચરણકમળનું સેવન કરી રહ્યા હતા. તેટલામાં કોઈક કપાલ રાજસભામાં આવ્યો. તેણે ઊંચા હાથે કરીને રાજાને આશિષ આપ્યા, રાજાએ તેને કહ્યું કે “હે યોગીંદ્ર ! તમારું અહીં આવવાનું જે કારણ હોય તે મને કૃપા કરીને કહો.” યોગીએ કહ્યું કે-“હે રાજેદ્ર ! હે પરોપકાર કરવામાં તત્પર ! મારી પાસે એક મંત્ર છે, તે સાધવામાં તમે મને સહાયક થાઓ. આ સંસારમાં બુદ્ધિમાનું મનુષ્યો આયુ, શરીર અને લક્ષ્મીનો સાર પરોપકાર વડે જ ગ્રહણ કરે છે. કહ્યું છે કે–વિવેકી મનુષ્યો શાસ્ત્ર બોધને માટે, ધન દાનના માટે, જીવિત ધર્મને માટે અને કાયા પરોપકારને માટે જ ધારણ કરે છે.” વળી આ સંસારમાં મનુષ્યજન્મ પામવો સુલભ નથી. તે પામ્યા છતાં પુરુષપણું, પુરુષપણું પામ્યા છતાં કુલિનપણું (સુકુળમાં જન્મ), કુલિનપણું પામ્યા છતાં બહુવિધપણું, બહુવિધપણું પામ્યા છતાં તેના અર્થલપણું, અર્થજ્ઞપણું પામ્યા છતાં વિચિત્ર એવી વાકપટુતા, વાપટુતા પામ્યા છતાં લોકજ્ઞપણું, લોકજ્ઞપણું પામ્યા છતાં સુધર્મતા, સુધર્મ પામ્યા છતાં બ્રહ્મજ્ઞતા પ્રાપ્ત થવી અત્યંત દુર્લભ છે. આ જગતમાં બે પુરુષો જ શ્રેષ્ઠ અને ત્રણ જગતમાં શિરોમણિ ગણાય છે. એક ઉપકાર કરનાર અને બીજો ઉપકારને નહીં લોપનાર.”
યોગીની આ પ્રમાણેની હકીકત સાંભળીને રાજાએ કહ્યું કે-“આ મારો પુત્ર તમને સહાય કરશે” કપાલીએ તેનો સ્વીકાર કર્યો. એટલે કુમાર તેની સાથે કૃષ્ણ અષ્ટમીને રવિવારની રાત્રે સ્મશાનમાં ગયો. ત્યાં યોગીએ પૂરેલા મંડળની રક્તપુષ્પવડે પૂજા કરી, પછી યોગીએ રાજપુત્રને કહ્યું કે–એક અલતાંગવાળું શબ લઈ આવો.” રાજપુત્રે પૂછ્યું કે 'તેવું શબ ક્યાં હશે ? યોગીએ કહ્યું કે-“સ્મશાનના અમુક ભાગમાં વડના વૃક્ષની સાથે બાંધેલું લટકે છે તે લઈ આવો, તેથી કુમાર તે શબ લેવા ગયો. વડ પાસે આવી તેની ઉપર ચડીને શબના પાસ છેદી તેને નીચે નાખ્યું. પછી પોતે નીચે ઊતર્યો. ત્યાં તો શબને પાછું લટકેલું જોયું, તેથી બીજીવાર વૃક્ષ પર ચડીને તેણે શબને નીચે નાખ્યું બીજીવાર ઊતરીને જોતાં પાછું લટકેલું જોયું વારંવાર આ પ્રમાણે થવાથી આ કોઈક દૈવી ચમત્કાર છે એમ જાણીને ત્રીજીવાર ઉપર ચડી શબને બગલમાં રાખીને જ નીચે ઊતર્યો. પછી શબ લઈને આગળ ચાલતાં તેણે આકાશવાણી સાંભળી કે–“હે કુમાર ! તું શબ લઈને જવાનું રહેવા દે, કારણકે તે યોગી તને મારી નાંખશે.” આ પ્રમાણે સાંભળીને તે ઊંચે
Page #164
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો પલ્લવઃ
૧૪૫ તેમજ આગળ પાછળ જોવા લાગ્યો. તેટલામાં તેની આગળ દિવ્ય રૂપને ધારણ કરનારી એક સ્ત્રી પ્રગટ થઈને બોલી–“હું આ રાજ્યની અધિષ્ઠાયિકાદેવી છું અને તારું રક્ષણ કરવા માટે આવી - છું. આ યોગી ધૂર્તશિરોમણિ છે અને તને હણવા માટે લઈ આવ્યો છે, માટે તું તેની પાસે જવું રહેવા દે, શબને અહીં મૂકીને ચાલ્યો જા.” રાજપુત્રે કહ્યું કે-“મારી પ્રતિજ્ઞા મિથ્યા ન થાય. હું તેને સહાય કરવા આવ્યો છું, તો તેને છોડીને કેમ ચાલ્યો જાઉં ? દિગ્ગજ, કાચબો, કુલાચલ અને ફણિપતિએ ધારણ કરેલી આ પૃથ્વી ક્યારેક ચલાયમાન થાય, પરંતુ નિર્મળ મનવાળામનુષ્યો અંગીકાર કરેલ પ્રતિજ્ઞાથી યુગાંતે પણ ચલિત થતા નથી. કહ્યું છે કે– લક્ષ્મી નાશ પામે, સમગ્ર ગોત્રનો વિનાશ થાય, મસ્તકનો છેદ થાય, ચારે બાજુથી વિપત્તિ આવી પડે અને વિવેકરૂપી સૂર્યની જ્યોતિ મહામોહના અંધકારથી નાશ પામે, તથાપિ બુદ્ધિમાન મનુષ્યો પોતે સ્વીકારેલી હકીકતથી ચલાયમાન નથી થતા.” દુઃખી મનુષ્યોની સેવા, કંદમૂળ, ફળનું ભક્ષણ અને જટાધારી પણું એ જેમ વનવાસીનું વ્રત છે તેમ પ્રલયકાળે પણ પોતાના સત્યવ્રતથી ચુત ન થવું તે મહિપતિઓનું વ્રત છે. સામાન્ય મનુષ્યો વિઘ્નના ભયથી કોઈ પણ કાર્યનો પ્રારંભ જ કરતા નથી, મધ્યમ મનુષ્યો. કાર્યનો પ્રારંભ કરીને વિઘ્ન આવે કે તરત તે કાર્ય તજી દે છે. પરંતુ ઉત્તમજનો વિનોથી વારંવાર હણાવા છતાં પણ પ્રારંભેલા કાર્યને ત્યજતા નથી.”
- રાજપુત્રના આ પ્રમાણેના વાક્યો સાંભળીને દેવીએ કહ્યું કે-“હે વત્સ ! જો તારો આવો નિર્ણય જ છે તો મારી એક વાત શંકા રહિત થઈને સાંભળ. જે કુળમાં જે પુરુષ પ્રધાન (શ્રેષ્ઠ) હોય તેનું યત્નવડે પણ રક્ષણ કરવું, કેમકે તેનો વિનાશ થવાથી આખું કુળ વિનાશ પામે છે. જુઓ ! ગાડાના પૈડાંની નાભિ ભગ્ન થયે છતે આરાઓ પૈડાંને ચલાવી શકતા નથી. તે માટે 'હે વત્સ ! તારા હિત માટે હું તને શિક્ષા આપું છું કે જ્યારે યોગી તને મંડળના મધ્યમાં બેસવાનું કહે તે વખતે તારે અવિચ્છિન્નપણે કાર પૂર્વક પંચપરમેષ્ઠીમંત્રનું સ્મરણ કરવું. જેથી વિકટ એવા વિઘ્નો પણ નિશે શાંત થાય, “જેમ સિંહથી મદાંધ એવા હાથીઓ, સૂર્યથી રાત્રિનો અંધકાર, ચંદ્રથી તાપની શ્રેણિ, કલ્પવૃક્ષથી સર્વ ઉપાધિ, ગરૂડથી સર્પો અને વરસાદથી દાવાગ્નિ નાશ પામે છે.” તેમ “સંગ્રામ, સમુદ્ર, હસ્તિ, સર્પ, સિંહ, દુર્વાધિ, અગ્નિ, શત્રુ અને બંધનથી ઉત્પન્ન થતા તેમજ ચોર, ગ્રહ, ભ્રમ, નિશાચર (રાક્ષસ) અને શાકિનીથી ઉત્પન્ન થતા ઉપદ્રવો (ભયો) પંચપરમેષ્ઠી નમસ્કારવડે નાશ પામે છે.” “હે વત્સ તારે મારા કહેલા આ મંત્રનું એકાગ્રચિત્તે ધ્યાન કરવું. આ પ્રમાણે કહીને તે દેવી તરત જ અદશ્ય થઈ ગઈ.
ત્યારપછી શબને સ્કંધપર ઉપાડીને પુરુષોત્તમકુમાર પેલો યોગી જ્યાં બેઠેલો છે ત્યાં સ્મશાનભૂમિમાં આવ્યો. યોગીએ શબને પાણી વડે પ્રક્ષાલીને તેમજ રક્તચંદનવડે તેની પૂજા કરીને અગ્નિકુંડ પાસે મૂકહ્યું અને તેના હાથમાં એક ખગ આપ્યું. પછી કુમારને તે શબના પગે તેલનું અભંગન કરવા બેસાડીને યોગી ધ્યાન હોમાદિવડે મંત્ર સાધવા લાગ્યો. તે વખતે કુમારે વિચાર્યું કે–આમાં જરૂર કાંઈક કપટ જણાય છે. તેથી દેવીના વચનને યાદ કરીને તે એકચિત્તે નમસ્કારમંત્ર ગણવા લાગ્યો. થોડીવાર થયા બાદ તે શબ ખગ લઈને ઊંચું થયું પણ પાછું પડી ગયું, કુમારપર ખઞનો પ્રહાર કરી ન શક્યું. તે જોઈ યોગીએ વિચાર્યું,–“હું કાંઈક મંત્રસાધનમાં ભૂલી ગયો હોઈશ જેથી આ શબ પાછું પડ્યું.” આમ વિચારીને ફરીથી
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્યા સાવધાનપણે જાપપૂર્વક તેણે આહુતિ આપી પુનઃ શબ ખગ્ન લઈને ઊંચું થયું, પરંતુ કુમાર દ્વારા કરાતા નવકારમંત્રના પ્રભાવથી તે પાછું પડી ગયું. તેથી યોગીએ ત્રીજીવાર જાહપૂર્વક આહુતિ આપી એટલે શબમાં રહેલ વ્યંતર યોગીનો શિરચ્છેદ કરી હસતો હસતો ચાલ્યો ગયો. યોગીનું મસ્તક બાજુના અગ્નિકુંડમાં પડ્યું એટલે તે તરત જ સુવર્ણમય થઈ ગયું. તે જોઈને કુમારે યોગીનું શરીર પણ તે કુંડમાં નાખી દીધું. તે પણ પ્રજવલિત થઈને સુવર્ણપુરુષરૂપ બની ગયું. કુમાર તે સુવર્ણપુરુષને સ્કંધ ઉપર બેસાડીને પોતાને ઘેર લઈ આવ્યો. પછી સુવર્ણપુરુષને યોગ્ય સ્થાને મૂકીને કુમાર પોતાના પિતા પાસે ગયો અને સર્વવૃત્તાંતનું નિવેદન કર્યું. કુમારનો ભાગ્યોદય જોઈને રાજા બહુ જ હર્ષિત થયો.
એક દિવસ તે નગરના ઉદ્યાનમાં સાતસો સાધુથી પરિવરેલા શ્રીગુણાકરસૂરિ નામના આચાર્ય ભગવંત પધાર્યા. તે હકીકત સાંભળીને પધોતર રાજા પુત્ર સહિત ચતુરંગિણી સેના લઈને તેમની સામે ગયા અને ગુરુ મહારાજને વંદના કરી. ગુરુમહારાજે ધર્મલાભ આપીને ધર્મદેશનાનો પ્રારંભ કર્યો. તેમાં કહ્યું કે-“હે રાજન્ ! તમારા જેવા સુજ્ઞો આ સંસારમાં પરિભ્રમણ કરે તો પછી બીજાને માટે શું કહેવું ? સંપત્તિ જળના તરંગ જેવી ચપળ છે, યૌવન ચાર દિવસનું છે અને આયુષ્ય શરદઋતુના વાદળાં જેવું ચંચળ છે તો તે ધન મેળવવાથી શું કે જેનાવડે પરહિત ન સધાય? અરિહંત વિષે ભક્તિવાળા, ગુરુભગવંતનું સ્મરણ કરનારા, ક્રોધાદિ શત્રુઓના દ્વેષી, ભક્તિવડે નમસ્કારમંત્રનો જાપ કરનારા, દાનાદિ ધર્મને આરાધનારા અને અંતસમયે કર્મરૂપી રજ નો પણ નાશ કરનારા મનુષ્યો સિદ્ધિના કારણભૂત કાર્યોમાં ઉદ્યમવાળા હોય છે, તેવા યશસ્વી મનુષ્યનું મૃત્યુ પણ પ્રશંસનીય છે. જીવોને પુણ્યવડે જ સર્વ શુભની પ્રાપ્તિ થાય છે, તે વિના થતી નથી. તેમજ અસાધ્ય કાર્ય પણ પુણ્ય વડે શીગ્રપણે સાધ્ય થાય છે, આ પ્રસંગ ઉપર ધીર નામના પુરુષનું દૃષ્ટાંત છે તે સાંભળો.
ધીરપુરુષનું દષ્ટાંત | * પુંડરિકીણી નામની નગરીમાં પૂર્વે અત્યંત કાયર અને પરાક્રમ વિનાનો ધીર નામનો એક રજપૂત વસતો હતો. તે માત્ર નામથી જ ધીર હતો, તેનામાં પૈર્યતા બિસ્કુલ નહોતી, તેથી તે લજ્જિત થઈને ઘરની બહાર જ જતો નહીં. તેને વિરપુત્રી નામે પ્રિયા હતી, તે પણ પતિના ભીરૂપણાથી દુઃખિત થવાથી પોતાના સખીવૃંદમાં લજ્જા પામતી હતી અને ચિત્તમાં ખેદ કરતી હતી. કાયરપણાથી કોઈની નોકરી પણ નહી પામતા તે રજપૂતને તેની પ્રિયાએ મનમાં કપટ રાખીને મધુરવાણી વડે કહ્યું કે–“આ રાજયમાં નગરજનોએ તમારું શૌર્ય અદ્યાપિ જાણ્યું નહીં, તમારી પરીક્ષા કરી નહિ, તો હવે તમે અન્ય દેશમાં જાઓ અને કોઈની સેવા કરો. પરદેશમાં ત્યાંના રાજાઓ તમારી શરીરની પુષ્ટતાને જોઈને તમારા ચરિત્રને નહીં જાણતા હોવાથી તમારા પર મોહ પામશે અને તમારી ઉપર કૃપા કરીને સારી નોકરી આપશે.”
પોતાની સ્ત્રીનું આ પ્રમાણેનું કથન સ્વીકારીને સર્વ શસ્ત્રોથી સજજ થઈને સ્ત્રીએ આપેલું ભાતું બાંધી ધીર રજપૂત પરદેશ તરફ ચાલ્યો. પોતાની નગરી મૂકીને થોડે દૂર જતાં અન્યાય, લંપટ અને ચોરપણે પ્રસિદ્ધિ પામેલ સાત ચોરોએ તેને રોક્યો. તેને જોઈને તે ભીરું દશ
Page #166
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો પલ્લવઃ
૧૪૭
આંગળીઓ મોઢામાં નાખીને દીનવાણીથી બોલ્યો કે–“મારા વસ્ત્ર, ભાતું અને શસ્ત્રો લઈને મને ગરીબને છોડી મૂકો. હે રાજેંદ્રો ! અનાથ, અશરણ, દીન, ભયથી કંપતા અને કિંકર જેવા મને કેમ છોડી દેતા નથી? હે દયાળુ ! તમે મારા જીવિત વિના બીજું બધું લઈ લ્યો. મારી સ્ત્રી ઘરે એકલી છે અને તેનો ભત્તર હું પણ એકલો છું.”
આ પ્રમાણેના ધીરના વચનો સાંભળીને તેના પરાક્રમથી ખુશ થયેલા ચોરોએ માત્ર વસ્ત્રો રહેવા દઈને હાથીના કાનની જેવી કંપની સ્થિતિમાં તેને છોડી મૂક્યો. તેના ગયા બાદ ચોરો બહુ ભૂખ્યા થયેલા હોવાથી ધીરની સ્ત્રીએ જેમાં વિષ નાખેલું છે એવું ભાતું જાણે યમની સેવા કરવાની ઇચ્છાથી ખાધું. તે આહારની અંદર નાખેલાં વિષથી તે ચોરો દીર્ઘનિદ્રામાં પડ્યાં અર્થાત્ મરણ પામ્યા. ધીર વિભ્રમથી ભ્રાંત થઈને તેની પાસે આવ્યો, પણ પવનવડે તેમના દેશોને ઊડતા જોઈને તેને જીવતા માનતો તે પાછો ત્યાંથી ભયાતુર થઈને દૂર જતો રહ્યો. તેટલામાં “અરે ધૂર્તો! આ વિશ્વાસી માણસનું તમે બધું લઈ લીધું, પણ તેનું ફળ ભોગવો.' જાણે એમ કહેતા ન હોય તેમ કાગડાઓએ તરત જ ત્યાં આવીને ધીરનો સંશય દૂર કર્યો. પછી જેની ફરતે કાગડાઓ ફરી વળેલા છે એવા તે મરણ પામેલા ચોરના મસ્તકો ખગવડે છેદીને પોતાની કેડે બાંધવાથી પેલો ધીર દુર્ભાગ્યરૂપી નદીને તરવા માટે કેડે તુંબડા બાંધ્યા હોય તેની જેમ શોભવા લાગ્યો.
ત્યારબાદ તે ચોરોના શસ્ત્રો અને વસ્ત્રો વગેરે લઈને મદોન્મત થયેલો ધીર હસ્તિનાપુરમાં શ્રીહર્ષ નામના રાજાના રાજમહેલ પાસે આવ્યો અને રાહુના રૂપ જેવા મસ્તકોને રાજકારે મૂકીને તે ધીર રાજા પાસે જઈ પોતાના પરાક્રમના વિસ્તારથી વખાણ કરવા લાગ્યો. રાજા પણ આખા દેશમાં ઉપદ્રવ કરનારા અને અજેય એવા તે સાતે દુર્ધર ચોરોને મારી નાંખ્યાની હકીકત સાંભળી અત્યંત વિસ્મય પામ્યો. રાજાએ તેને નોકરી લેવા કહ્યું, તેથી તેણે પોતાના પરાક્રમની વાત કરીને “જેવા તેવા કાર્ય માટે મને ન મોકલવો.” એમ રાજાને કહ્યું. “વળી તમારા શરીરને કાંઈ ઉપાધિ આવી પડે તે વખતે મને કહેવું અને મારું ચમત્કારી પરાક્રમ જોવું.’ એમ પણ કહ્યું. રાજાએ તે વાત કબૂલ કરીને ઘણા આગ્રહ સાથે વાર્ષિક લક્ષ દ્રવ્ય આપવાનું ઠરાવીને તેને સર્વે સુભટોના અગ્રણી તરીકે નીમ્યો. રાજાનો માનનીય થવાથી તે રાજ્યના ધનનો પ્રતિદિન ઉપભોગ કરતો હતો તેથી પહેલાના ક્ષત્રિયોને તે શલ્યરૂપ થઈ પડ્યો.
એક વખત તે નગરમાં તેના કર્મોદયથી કોઈ દુષ્ટ સિંહ આવીને મહાઉપદ્રવ કરવા લાગ્યો. તે સિંહ રાત્રીએ જે મનુષ્યો તેમજ પશુઓ નગરની બહાર રહી ગયા હોય તેને મારી નાખતો. તેથી નગરના બધા દરવાજા સાંજે બંધ કરી દેવામાં આવતા હતા. તે સિંહે અનેક ખગધારી તેમજ ધનુર્ધર સુભટોને તેમજ પરાક્રમી વીરોને યમમંદિરમાં પહોંચાડી દીધા, કોઈ તેને હણી શક્યું નહીં. તે કારણે અત્યંત શોકમાં બેઠેલા રાજાને જોઈને મંત્રીએ કહ્યું- “હે સ્વામી ! શોક શા માટે કરો છો ? જે વાર્ષિક લાખ દીનાર ખાય છે તે શૂરવીરને આ કામ સોંપો.” સિંહના અપરાધથી કોપાયમાન થયેલા રાજાએ ધીરને બોલાવીને બીડું આપી શૂરવીરોને પણ દુષ્કર એવું સિંહનો વધ કરવાનું કામ સોંપ્યું. આવા હુકમથી ભય વડે ધ્રુજતો ધીર મનમાં વિચારવા લાગ્યો કે–“હવે કરવું?” પછી તેણે ક્રોધ કરીને રાજાને કહ્યું કે–“મારા જેવાને એક પશુનો વધ
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રી ધર્મવ્પદ્રુમ મહાકાવ્ય કરવાનું કામ સોંપતા આપને લજ્જા આવતી નથી ? ખરેખર કુસ્વામીની સેવાથી શૂરવીરનું શૂરાતન નિષ્ફળ જ જાય છે.' આમ કહીને તે નગરની બહાર નીકળ્યો તેથી દ્વારપાળે દ૨વાજા બંધ કરી દીધા. ધીર નગરની બહાર રહીને અત્યંત વિષાદ કરવા લાગ્યો. તેણે નગરમાંથી સુભટોને બોલાવવાનું વિચાર્યું, પણ તે ન બન્યું. તેથી તેણે વિચાર્યું કે—ભયંકર રાત્રિમાં શિયાળોથી પણ હું ભય પામું છું. હવે હું કોને કહું અને ક્યાં જાઉં ? આ વનમાં મને શરણભૂત કોણ થશે ?' આ પ્રમાણે વિચારતા કંઠે આવેલા પ્રાણવાળો તે પગલે પગલે મૂર્છા પામવા લાગ્યો. ત્યારબાદ તેણે વિચાર્યું કે—‘કોઈ ઊંચા ઝાડ ઉપર ચડીને આ રાત્રી તો વ્યતીત કરું, પછી સવારે જે થવાનું હશે તે થશે.' આ પ્રમાણે વિચારીને તે કોઈક ઝાડ ઉપર ચડ્યો. તેટલામાં પેલો સિંહ દાઢ કકડાવતો અને બુત્કાર કરતો અનુક્રમે ત્યાં જ આવ્યો અને પેલા ઝાડ પાસે આવતાં ત્યાં મનુષ્યની ગંધ આવવાથી તે ઝાડ નીચે જ બેઠો. તેને જોઈને ધ્રુજતા એવા ધીરના હાથમાંથી ભાલું એકદમ નીચે પડ્યું. તે તીક્ષ્ણ ભાલો સિંહના મર્મસ્થાનમાં વાગવાથી અને ધીરના પુણ્યોદયથી એક મુહૂર્તમાં તે સિંહ મૃત્યુ પામ્યો.
પ્રભાતે ધીર ધ્રુજતો ધ્રુજતો વૃક્ષ પરથી નીચે ઊતર્યો, તેટલામાં તેના મિત્ર જેવા કાગડાઓએ સિંહના શરીર ઉપર બેસીને તે મૃત્યુ પામેલ છે એમ સમજાવ્યું. પછી ડરતાં ડરતાં પોતાનું ભાલું ખેંચી લઈને ત્યાંથી દૂર જઈ વિશેષ વાત કરનારા જનોને તેણે અભિમાનપૂર્વક કહ્યું કે—‘રે જનો ! નગરમાં જાઓ, જઈને રાજાજીને તેમજ મારી ઇર્ષ્યા કરનારાઓને આ વાત કહો અને મારી કૃપાથી હવે નગરલોકો નિર્ભયપણે રહો.' લોકોએ જઈને રાજાને હકીકતનું નિવેદન કરીને કહ્યું–‘હે દેવ ! ધીરશિરોમણિ ધીર બળવાનસિંહને મારીને નગરના દ્વાર પાસે ઊભો છે અને તમારા તરફથી માન મળવાની આશા રાખે છે.' લોકો પાસેથી એ વાત સાંભળીને પ્રસન્ન થયેલો રાજા પોતે જ તેની સામે ગયો અને માનધારી ધીરને મોટા મહોત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો. પછી રાજાએ આપેલા દેશનું સ્વામીપણું ભોગવતો, લોકોમાં પરાક્રમી તરીકે વિખ્યાતિ પામેલો અને વાણીમાં શૂરવીર એવો ધીર પૂર્વના પુણ્યવડે વિશેષ વિશેષ લક્ષ્મીને મેળવનાર થયો.
‘પુણ્યવડે મનુષ્યને અસંભાવ્ય વાત પણ સંભવે છે. જુઓ ! મોટા મોટા પર્વતો પણ શું રામચંદ્રના પુણ્યથી સમુદ્રમાં નથી તર્યા ? તર્યા છે.'
ધર્મ, અર્થ અને કામ—આ ત્રણ પુરુષાર્થ કહ્યા છે. તે ત્રણમાં ધર્મ પુરુષાર્થ મુખ્ય છે. તે જ સેવા યોગ્ય છે. ધર્મથી અર્થની પ્રાપ્તિ થાય છે, ધર્મથી કામની પ્રાપ્તિ પણ થાય છે અને ધર્મથી પરિણામે મોક્ષ પણ મળે છે. સર્વ વસ્તુ ધર્મની આરાધનમાં રહેલી છે. જેની ઉપર ધર્મ પ્રસન્ન છે, તેને તે અન્ય વસ્તુના આકર્ષક મંત્ર તુલ્ય થાય છે. રાજલક્ષ્મી વગેરે સુખની પ્રાપ્તિ તેને દુર્લભ નથી. હે રાજન્ ! સાંસારિક સુખ અને રાજ્યાદિ આ સર્વ જીવો પૂર્વે અનંતીવાર પ્રાપ્ત કરેલાં છે તેમાં કાંઈ આશ્ચર્ય નથી, માટે હવે તો ધર્મની આરાધનામાં એવી પ્રવૃત્તિ કરો કે જેથી મોક્ષની પ્રાપ્તિ થાય.”
આ પ્રમાણેની ગુરુભગવંતની દેશના સાંભળીને સંસારની અસારતા જાણી રાજા મોક્ષની
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪૯
છઠ્ઠો પલ્લવઃ, આરાધના માટે ઉત્સુક થયો. પછી સ્વસ્થાને જઈ મુખ્યમંત્રીને બોલાવીને રાજાએ કહ્યું કેમંત્રિનું! હું સંસારથી ભય પામ્યો છું, તેથી વ્રત ગ્રહણ કરવા ઇચ્છું છું અને તમારા રાજા તરીકે પુરષોત્તમકુમારને સ્થાપન કરવા ઇચ્છું છું. “મંત્રીએ તે વાત કબૂલ કરી, તેથી રાજાએ પુરુષોત્તમકુમારને બોલાવી પોતાના આસન પર બેસાડી પોતાને હાથે શુભમુહૂર્ત રાજયતિલક કર્યું, મંત્રી વગેરેએ રાજયાભિષેક કર્યો, જયઢક્કા વગાડવામાં આવી અને પુરુષોત્તમરાજાની આજ્ઞા સર્વત્ર પ્રવર્તાવી.
પૌોતરરાજાએ પુરુષોત્તમકુમારને શિક્ષા આપતાં કહ્યું કે “હે વત્સ ! જે પોતાની ભૂમિને સંભાળતો નથી–તેનું રક્ષણ કરતો નથી તે રાજા નકામો છે, જે ગુરુ પોતાના શિષ્યોને હિતોપદેશ કરતા નથી તે ગુરુ વૃથા છે, જે પોતાના અપત્યોને પાળતી નથી તે માતા નકામી છે અને તે પિતા પણ શા કામનો કે જે પુત્રનો હિતાર્થી કહેવાયા છતાં સારી શિક્ષા આપતો નથી? વળી પૂર્વે ઘણા રાજાઓ આ પૃથ્વીને મૂકીને ગયા છે, જાય છે અને જશે, પણ આ પૃથ્વી તેમાંના કોઈની સાથે ગઈ નથી, જતી નથી અને જવાની નથી. આ જગતમાં જે પદાર્થો છે તે બધા વિનાશી છે, સ્થાયી રહેનાર તો એક કીર્તિ જ છે, તેથી રાજાઓએ કોઈ પણ પ્રકારે પોતાની કીર્તિનો લોપ થવા દેવો નહીં. સગરાદિ ઘણા ચક્રવર્તી રાજાઓએ આ પૃથ્વીને ભોગવી છે.
જ્યારે જયારે આ પૃથ્વી જેની હતી ત્યારે ત્યારે તેને ફળ આપતી હતી. તારે પ્રજાને વશ કરવા માટે તેની સાથે કોમળપણાથી વર્તવું. જુઓ ! આકાશમાં અસંખ્ય તારાઓ વગેરે શીતરશ્મીવાળા ચંદ્રની સેવા કરે છે, સૂર્યની સેવા કોઈ કરતું નથી.”
આ પ્રમાણે પુત્રને શિક્ષા દઈ તેને રાજ્ય સોંપીને રાજા ગુરુમહારાજ પાસે આવ્યા અને ચારિત્ર ગ્રહણ કર્યું. શુભ ભાવે નિરતિચાર ચારિત્ર પાળીને પ્રાંતે તેઓ મોક્ષે ગયા.
- પુરુષોત્તમરાજા સામ્રાજ્યસંપદાને પામીને ગર્વ ધારણ ન કરતાં પિતાજીની શિક્ષા પ્રમાણે પોતાની પ્રજાનું પાલન કરવા લાગ્યો. “વરસાદની જેમ રાજા પ્રાણી માત્રનો આધાર છે. વરસાદના અભાવ વખતે રાજા આધારભૂત થાય છે.” એકવખત અલ્પ રાત્રી બાકી હતી તેવા સમયે ચોથા પ્રહરે પુરુષોત્તમ રાજા સુખશયામાં સુતા સુતા આ પ્રમાણે સ્વપ્ન જોયું–“પૃથ્વી પર ભમતાં રાજા કોઈક નગરે ગયો. ત્યાં નગરની નજીકના કોઈ દેવકુળમાં તેમણે એક તપસ્વીને જોઈ. તેની સમીપે રહેલા એક મહેલમાં એક સુરૂપ અને સુભગ એવી શ્રેષ્ઠ કન્યાને તેણે જોઈ. તેને જોતાં જ તે તેનો રાગી થયો.”
( આ પ્રમાણેનું સ્વપ્ન જોઈને તે જાગ્યો અને હૃદયમાં તે સ્વપ્નનું જ ચિંતવન કરવા લાગ્યો. ત્યારબાદ પ્રભાત સંબંધી કૃત્ય કરીને તે બેઠો તેટલામાં મુખ્યમંત્રીએ ત્યાં આવીને રાજાને પૂછ્યું કે- “હે સ્વામિન્ ! હજી સુધી સભામાં કેમ પધાર્યા નથી?” સ્વપ્નની ચિંતામાં મગ્ન થયેલા રાજાએ તેનો ઉત્તર આપ્યો નહીં, એટલે તે સુમતિ મંત્રીએ ફરી પૂછ્યું કે-“આજે તમે ચિંતાતુર કેમ દેખાઓ છો ?” રાજાએ કહ્યું કે-“હે મંત્રિનું ! આજે રાત્રીએ મેં આવું સ્વપ્ન જોયું છે અને તેમાં જોયેલી કન્યા ઉપર મોહિત થયો છું તેથી તે કેમ મળે ?' એની ચિંતા કરું છું.”
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય મંત્રીએ કહ્યું કે–“હે દેવ ! સ્વપ્નમાં જોયેલી વસ્તુની ચિંતા શા માટે કરવી ? સ્વપ્ન સારું જોયું હોય તો શુભ થાય છે. સ્વપ્નશાસ્ત્રમાં સ્વપ્નો અનેક પ્રકારના કહ્યા છે. સમધાતુવાળાને, પ્રશાંતને, ધાર્મિકને, નિરોગીને અને જિતેન્દ્રિયને શુભ કે અશુભ જે સ્વપ્ન આવે તે સાચું પડે છે. અનુભવેલું, સાંભળેલું, જોયેલું, પ્રકૃતિના વિકારથી આવેલું, સ્વભાવથી આવેલું, ચિંતાની શ્રેણિથી ઉદ્ભવેલું, દેવતાદિકના ઉપદેશથી આવેલું, ધર્મકાર્યના પ્રભાવથી આવેલું અને પાપના અતિશયથી આવેલું—એમ સ્વપ્ન નવ પ્રકારનું હોય છે. તેમાંના પ્રથમના છ કારણથી આવેલું સ્વપ્ન શુભ હોય કે અશુભ હોય તો પણ તે નિરર્થક સમજવું અને પાછલા ત્રણ કારણથી આવેલું સત્ય એટલે શુભાશુભ ફળ આપનારું સમજવું. રાત્રિના ચાર પહોર પૈકી પહેલે પ્રહરે આવેલું બાર મહિને, બીજા પ્રહોરમાં આવેલું છ મહિને, ત્રીજા પ્રહરમાં આવેલું ત્રણ મહિને અને ચોથા પ્રહરમાં આવેલું એક મહિને ફળે છે. બે ઘડી રાત્રી હોય ત્યારે આવેલું દશ દિવસે ફળ છે અને સૂર્યોદય વખતે જોયેલ સ્વપ્ન નિચે તરત જ ફળ આપે છે. ઉપરાઉપર જોયેલા સ્વપ્નો, આધિવ્યાધિના કારણથી આવેલ સ્વપ્નો અને મળમૂત્રાદિકની બાધાથી આવેલ સ્વપ્નો નિરર્થક હોય છે.”
આ પ્રમાણે કહીને પ્રધાને કહ્યું કે –શું આપે સાંભળ્યું નથી કે જોયેલા સ્વપ્નની પાછળ દોડવું તે નકામું છે?” સ્વપ્નના સંબંધમાં હે રાજનું ! એક કથા કહું તે સાંભળો –
સ્વનિલ જોગીની કથા * “કોઈ ગામની બહાર એક આશ્રમમાં એક જોગી રહેતો હતો. એકવખત તેણે સ્વપ્નમાં પોતાનો આખો આશ્રમ પકવાનોથી ભરેલો જોયો. તે જાગ્યા પછી સવારે વિચારવા લાગ્યો કે :-અહો ! મારા આશ્રમમાં આટલું બધું પકવાન ભર્યું છે તો આખું ગામ હું શા માટે ન જમાડું ?' આમ વિચારીને તેણે ગામમાં જઈ સર્વ લોકોને ભેગા કરીને આમંત્રણ આપ્યું, ગામના લોકો જમવા આવ્યા ત્યારે જોગી સૂઈ ગયો. લોકોએ તેને પૂછ્યું કે-“અમે બધાં જમવા આવ્યા છીએ કે તમે સૂઈ કેમ ગયા?” ત્યારે તે બોલ્યો કે–“મને કાલે રાત્રે સ્વપ્ન આવ્યું હતું તેમાં મેં આખો આશ્રમ લાડૂથી ભરેલો જોયો હતો, તેથી અત્યારે સૂઈ જાઉં છું કે જેથી કાલ જેવું સ્વપ્ન આવે કે તરત તે લાડુ લઈ લઈને તમને જમાડું.” જોગીની આવી વાત સાંભળીને લોકો બધા તેની મૂર્ખાઈ ઉપર હસતા હસતા સ્વસ્થાને ગયા. આ પ્રમાણે સ્વપ્નના વિશ્વાસથી તે જોગી વિડંબના પામ્યો.”
હે સ્વામિનું માટે તમે ઊઠીને રાજકાર્ય કરો અને સ્વપ્નની ચિંતા ત્યજીને સુખી થાઓ.” રાજાએ કહ્યું કે–“હે મંત્રી ! મારા મનને કામદેવ અત્યંત બાધા કરે છે. તે દૈત્યની જેમ દુર્જય છે. કહ્યું છે કે– નીતિ, વિનીતપણું, બુદ્ધિ, શીલ, કુલીનતા, વિવેક, ઔચિત્ય, પાંડિત્ય, લજ્જા, તત્વનિર્ણય, તપ, જપ, શમ, દયા, દાન, સંસારથી ભય, સત્ય, તત્ત્વ અને સંતોષ–આ બધાં ત્યાં સુધી સ્થિત રહે છે કે જ્યાં સુધી કામદેવ પીડા કરતો નથી. કંદર્પ બીજાના દર્ય ન રહેવા દેવા માટે જ્યારે પોતાના બ્રહ્માસની વિસ્ફર્જના કરી ત્યારે પારાશરઋષિ માછણ (માછીમારની પત્ની)માં, ગાંધીપિ ચંડાળણીમાં, બ્રહ્મા પોતાની પુત્રીમાં, ચંદ્રમાં પોતાના ગુરુની
Page #170
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો પલ્લવઃ
૧૫૧
સ્ત્રીમાં, રવિ કન્યાવસ્થામાં રહેલ કુંતિમાં, પુરુષોત્તમ (કૃષ્ણ) આભીરીમાં, અને સુરપતિ ઇન્દ્ર તાપસણીમાં લુબ્ધ થયા. તેથી કંદર્પસમાન અન્ય બળવાનું કોઈ નથી. કામવિઠ્ઠલ મનુષ્યો માતાપિતાને કે કુળને જોતા નથી, પરણેલી સ્ત્રીનો સ્નેહ ગણતા નથી, કોનું ઘર છે તે પણ વિચારતા નથી, પાત્રાપાત્રને જોતા નથી અને પોતાના કે પરના કોઈને છોડતા નથી. અર્થાત કામની વિકળતાથી જીવ ન કરવા યોગ્ય અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે. વિષય અને વિષએ બેમાં મોટું અંતર છે. વિષ તો પ્રાણીને ખાવાથી હણે છે પણ વિષય તો સ્મરણમાત્રથી હણે છે. માટે તે સુમતિ મંત્રી! તું તારી મતિથી કાંઈક વિચાર કરીને એવો ઉપાય કર કે જેથી મને સ્વપ્નમાં દેખાયેલી સ્ત્રી મળે.”
પછી મંત્રીએ સ્વપ્નમાં રાજાએ જોયા પ્રમાણે એક નગરની રચના કરી અને તેની પાસે એક દાનશાળા કરાવી ત્યાં જે પરદેશી આવે તેને જમાડીને પછી મંત્રી નવું નગર બતાવી પૂછતો કે– તમે આવું નગર ક્યાંય જોયું છે અથવા સાંભળ્યું કે ?' એ પ્રમાણે ઘણો સમય વીતી ગયો. રાજા પણ રાજકાર્ય કરવા લાગ્યો. એક વખત કોઈ પરદેશી ત્યાં આવ્યો. તેને જમાડીને મંત્રીએ નગર બતાવીને તે વિષે પૂછ્યું, તેથી તે રોવા લાગ્યો. આ પ્રમાણે રડતા તેને જોઈને મંત્રીએ કૌતુકથી તેને રોવાનું કારણ પૂછ્યું, પેલો પરદેશી બોલ્યો કે–“મારી જન્મભૂમિની નગરી આવી જ છે. ત્યાં મારા માતાપિતા વસે છે. નગરી જોવાથી મને તેમનું સ્મરણ થયું અને તેનો વિરહ જાગૃત થતાં હું રડ્યો.” મંત્રીએ કહ્યું કે– હે પરદેશી ! તું કહે કે તે નગરીનું નામ શું છે ? અહીંથી તે કેટલી દૂર છે? ત્યાંનો રાજા કોણ છે? અને એના સંબંધમાં કોઈ અપૂર્વ વાત સંભળાય છે ?"
- પથિક બોલ્યો કે-“હે સુમતિ મંત્રિનું ! ઉતરાપથમાં પ્રિયંકરા નામની નગરી છે. ત્યાં સત્યશેખર નામનો રાજા છે. તે રાજાને સત્યશ્રી નામની દેવાંગના જેવી પટ્ટરાણી છે. તે શીલરૂપ સન્નાહસંયુક્ત છે અને ભાગ્ય સૌભાગ્યવડે અલંકૃત છે. તે રાણીની કળશ્રી નામની વિચક્ષણ પુત્રી છે. તે સ્ત્રીવર્ગમાં સીમા તુલ્ય અર્થાત્ શ્રેષ્ઠ છે પરંતુ તે નરમત્સરા–પુરુષàષિણી છે. વિધાતાએ ચંદ્રમાને વિષે કલંક, પદ્મની નાળમાં કાંટો, સમુદ્રના જળમાં ખારાશ, પંડિતમાં નિર્ધનતા, સ્નેહીજનોમાં વિયોગ, રૂપવંતમાં દુર્ભાગીપણું અને ધનવંતમાં કૃપણતા–આ પ્રમાણે દોષો સ્થાપન કરીને સર્વ રત્નને દૂષિત કર્યો છે.”
તે નગરીની પૂર્વ બાજુએ એક શ્રેષ્ઠ દેવમંદિર છે. તેની નજીકનાં આશ્રમમાં બે પરિવ્રાજિકાઓ વસે છે. તેમાંની એક મહાવિદ્યા, લબ્ધિ અને સિદ્ધિથી વિરાજિત તેમજ બીજી મંત્રતંત્રાદિમાં અને કપટકળામાં પ્રવીણ છે. તે આશ્રમની પાસે એક ઘણો ઊંચો અને મનોહર મહેલ છે. તેમાં તે રાજપુત્રી પુરુષ પ્રત્યેના દ્વેષથી એકલી રહે છે. તે મહેલની પાસેના આશ્રમમાં વારંવાર ગમનાગમન કરે છે અને તે પરિવ્રાજિકાની પાસે નવા નવા શાસ્ત્રો શીખે છે. શાસ્ત્રના અભ્યાસથી તે અનેક વિદ્વાનોના હૃદયને આલાદ ઉત્પન્ન કરે તેવી છે, ગીતગાનવડે અભિમત એવા સખીવર્ગને આનંદ પમાડે છે, પદ્માના પુત્રને સુગંધી પુષ્પવડે નિરંતર પૂજે છે અને ચિત્તની શુદ્ધિવડે અનુપમ મંત્રનું આરાધન કરે છે. પોતાના મહેલમાં રહીને પરિચિત એવી સખીઓ સાથે
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૨
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય આલાપ સંલાપ કરે છે. નિરંતર હર્ષિત ચિત્તે મધુર વચન બોલનારી સારિકાને રમાડે છે અને પરદેશથી આવેલા તેમજ તે નગરમાં રહેનારા પુરુષો ઉપર દ્વેષ ધરાવે છે. એ રીતે પોતાના ઇચ્છિતને કરતી તે આનંદથી કાળ વ્યતીત કરે છે.
આ પ્રમાણે તમામ હકીકત કહીને તે પરદેશી અન્યત્ર ગયો. સુમતિ મંત્રીએ રાજા પાસે જઈને બધી હકીકત કહી. તે દિવસે રાત્રિએ સુમતિ મંત્રીએ સ્વપ્ન જોયું કે–સુવર્ણની માળા સહિત પોતાના રાજા ઉત્તર દિશામાંથી આવ્યા. મંત્રીએ સવારે રાજાને તે વાત કરી તેથી રાજા વધારે હર્ષિત થયા અને ઉત્સાહિત બન્યા. ત્યારબાદ પુરુષોત્તમ રાજા પ્રસ્તાવોચિત સામાન્ય વેશ ધારણ કરીને સુમતિ મંત્રીને સાથે લઈ ઉત્તર દિશાના માર્ગ તરફ ચાલ્યા. અનુક્રમે અતિ મનોહર એવી પ્રિયંકરા નગરીએ પહોંચ્યા. તે નગરીને જોઈને રાજા વિચારે છે કે-“આ તે શું લંકાપુરી છે કે દેવનાયકની ઇન્દ્રપુરી છે? અથવા શુ દ્વારિકા છે કે નાગકુમારીકાઓએ ક્રીડા કરવા માટે આ નગરી વસાવી છે? અથવા દેવેન્દ્ર કે વિદ્યાધરે કૌતુકપૂર્ણ કરવા માટે આ નગરી સર્જી છે? ત્રણ જગતમાં પણ આવી નગરી નજરે પડતી નથી.” રમણીયનગર, સુંદર હવેલિઓ અને શોભતા માર્ગ વગેરે સર્વે પણ સ્વપ્નમાં જોયા પ્રમાણે રાજાએ અહીં જોયું. તે જોઈને રાજા બહુ હર્ષિત થયો.
- ત્યારબાદ પેલા દેવકુળ પાસેના આશ્રમમાં જઈને બે તાપસીઓને તેણે જોઈ. તે વખતે તેની પાસે બેઠેલી રાજકન્યાને પણ જોઈ. તેને જોઈને રાજા બહુ ચમત્કાર પામ્યો અને વિચારવા લાગ્યો કે–“આવું અપૂર્વ રૂપ વિશ્વકર્માએ ક્યા દ્રવ્યો એકત્રિત કરીને બનાવ્યું હશે? તારુણ્યરૂપી વૃક્ષની મંજરી જેવી, કામદેવને સજીવન કરનાર મંત્ર જેવી, લાવણ્યરૂપ નિધાનની ભૂમિ જેવી અને સંપૂર્ણ ચંદ્રમાની કાંતિ જેવી આ રાજપુત્રી શું કિન્નરી છે, અમારી છે કે વિદ્યાધરી છે? આ કન્યાને કોણે, કયારે, કેટલે વખતે અને કેટલા પ્રયાસે નિર્માણ કરી હશે?” આ પ્રમાણે વિચારતો રાજા ફરી તેની સામે જુએ છે તેટલામાં તો તે રાજપુત્રી પુરુષની ઈર્ષ્યાથી એકદમ ઉઠીને પોતાના મહેલમાં જતી રહી.
તેના ગયા પછી બંને તપસ્વીને નમસ્કાર કરીને રાજા તેની પાસે બેઠો. એટલે રાજાને આર્શીવાદ આપીને તપસ્વીનીએ પૂછ્યું કે-“હે નરોત્તમ ! તમને કુશળ છે? તમે કોઈ ઉત્તમપુરુષ જણાઓ છો તો કહો કે–“અહીં ક્યા કાર્ય માટે આવ્યા છો ? અને ક્યાં જવાના છો ?” તેના આ પ્રશ્નોના ઉત્તરમાં રાજા પ્રણામ કરીને બોલ્યો કે-“પદ્મિનીપુર નગરીથી આવું છું અને કૌતુકથી દેશાંતર જોવા માટે પૃથ્વી પર પર્યટન કરું છું.” આ પ્રમાણે કહીને રાજાએ અશનાદિ ચાર પ્રકારનો આહાર તથા વસ્ત્રાદિ તે બન્ને પરિવ્રાજિકાઓને આપ્યા અને તેઓ પ્રસન્ન થાય તેમ કર્યું.
ત્યારપછી રાજા પ્રધાન સહિત સરોવરકિનારે ગયા. ત્યાં અંગપ્રક્ષાલનાદિ કર્યા બાદ ભોજન કરીને રાજા પોતે દેવલાયમાં આવ્યા. ત્યાં ભક્તિપૂર્વક દેવને નમસ્કાર કરીને એક બાજુ તે સુખપૂર્વક સૂતા. તેટલામાં કોઈક વિદ્યાધર ત્યાં પોતાની સ્ત્રી સહિત આવ્યો. તેણે વિદ્યાધરીને પુષ્પો લાવવા માટે વાડીમાં મોકલી અને પોતે દેવમંદિરમાં આવ્યો. ત્યાં તેણે રાજાને સૂતેલા
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૩
છઠ્ઠો પલ્લવઃ જોયા. તેને જોઈને વિદ્યાધર વિચારવા લાગ્યો કે “આ નરોત્તમ કોણ છે? આનું રૂપ નિરૂપમ દેખાય છે. આવું રૂપ કયાંય જોયું નથી. મારી ભાર્યા જો આ પુરુષશ્રેષ્ઠને જોશે તો અવશ્ય તેના પર મોહ પામશે અને મારી સાથે વિરક્તપણું ધારણ કરી કુવિકલ્પો કરશે.' સ્ત્રી જાતિમાં અસત્યતા અને ચંચળતા સ્વભાવે જ હોય છે. તેમજ માયાભાવ અને અવિશ્વાસપણું હોય છે અને તે વિશ્વને મોહ ઉત્પન્ન કરનારી છે. વિધાતાએ હાથીના કાન, વિદ્યુતની જ્યોતિ, દુર્જનનો પ્રેમ અને લક્ષ્મીને સ્થિર બનાવતાં વધેલા દ્રવ્યવડે જ સ્ત્રીને બનાવી જણાય છે. જે કાર્ય માટે નિયતિ (ભવિતવ્યતા) પણ સમર્થ થતી નથી તે કાર્ય સુશર્મા રાજાની પટ્ટરાણીની જેમ સ્ત્રી તત્કાળ કરે છે. તે સુશર્મા રાજાની પટ્ટરાણીની કથા આ પ્રમાણે છે.
સુશર્મારાણીની કથા માળવા નામનો ઘણો સુંદર દેશ હતો. તે દેશમાં ઋદ્ધિવડે વિસ્તૃત અને ગુણના આધારભૂત ધારા નામે નગરી હતી. તે નગરીમાં અરિમદન નામે રાજા હતો. તે બન્ને પક્ષે શુદ્ધ હોવાથી દ્વિગુણ, શૈશવાદિ અવસ્થાથી ત્રિગુણ અને કળાવડે ચંદ્રની કળા કરતા સાચઉગુણ અર્થાતુ ૭૨ કળા યુક્ત હતો અને પૃથ્વીતળને શોભાવનારો હતો. તે રાજા દેવોમાં સુશર્મા (ઇંદ્ર) જેવો હોવાથી તેનું બીજું નામ સુશર્મા હતું. તે રાજાને તેના ચિત્તરૂપી હસ્તિને કબજે કરનારી અને રૂપવડે રતિને પણ જીતનારી, મૃગ જેવા નેત્રવાળી મૃગાવતી નામે માન્ય રાખી હતી. તે રાણી પૂર્ણપણે શાળવ્રત પાળવાની ઇચ્છાથી રાજા સિવાય બીજાનું મુખ પણ જોતી નહોતી અને પુરુષ નામનું ધાન્ય પણ ખાતી નહોતી આ પ્રમાણેના માયાભાવથી તેણીએ રાજાના હૃદયને કબજે કરી લીધું હતું.
. એક વખત દીપોત્સવી (દીવાળી)ને દિવસે લોકો રાજાને ભેટ આપવા માટે પોતપોતાના વંશને ઉચિત એવી અનેક વસ્તુઓ લાવ્યા. તે પ્રસંગે માછીમારોએ મત્સ્યોને પાણી વડે ધોઈ સાફ કરીને તેની શ્રેણી રાજાને ભેટ ધરી. રાજાએ તે માળા રાણીને મોકલી. તે જોઈને રાણી બોલી કે
આ મલ્યો પુરુષવેદી છે તેથી હું તેની સામે પણ નહીં જોઉં.” આ પ્રમાણેના રાણીના વાક્યથી તે મત્સ્યોમાંથી એક મત્સ્ય ખડખડ હસી પડ્યો. તેથી વિસ્મય પામેલી રાણી પોતાના ચિત્તમાં ખેદ પામી. તે મત્સ્યનું વૃત્તાંત જાણવા માટે ઉત્સુક થયેલી મૃગાવતી ભોજન કરવા પણ ન ઊઠી. અહીં પ્રાણ વિનાના પણ મત્સ્ય હાસ્ય કર્યું. પણ કોઈ તંત્રજ્ઞ, શાસ્ત્રજ્ઞ, જ્ઞાની, કે ભૂત પણ મસ્યના હાસ્યનું કારણ સમજી શક્યા નહીં. રાણીના આગ્રહથી રાજાએ પંડિતોને કહ્યું કે–આ મત્સ્યના હાસ્યનું કારણ ન જાણવાથી હું યંત્રમાં પીલાતાની જેમ પીડાઉ છું, માટે તમે તેનું કારણ શોધીને શીઘ્રતાથી મને કહો.” પંડિતો આ બાબતમાં ક્ષીણબુદ્ધિવાળા થવાથી વાડામાં રાખેલા પશુ જેવા થઈ ગયા. તેથી તેમણે રાજા પાસે ત્રણ દિવસની મુદ્દત માંગી.
રાજાએ ત્રણ દિવસની મુદત આપી. તેઓ ઘરે આવ્યા ત્યારે તેમાંના એક પંડિતની પુત્રવધૂએ તે હકીકત સાંભળીને કહ્યું કે- તમે ચિંતા ન કરો. હું રાજાની રાણીને સમજાવી દઈશ.” પછી વિનીત એવી તે રાજમહેલમાં અત્યંત આગ્રહવાળી રાણી પાસે એકલી ગઈ. ત્યાં જઈને તે સ્ત્રી મર્મને ભેદનારા મધુર વાક્યોવડે તે રાણીને શાંત કરવા લાગી. પરંતુ સારી
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય વાણીરૂપ નીરવડે જેમ જેમ તે રાણીને સીંચવા લાગી તેમતેમ તે શણની ગાંઠની જેમ કઠીન થવા લાગી. તેથી પંડિતની પુત્રવધૂએ રાણીને કહ્યું કે–“હે દેવી ! જે અધમ પુરુષો પોતાની અધમવૃત્તિથી કોઈ કાર્ય કરવા ઇચ્છે છે તેઓ બાહ્મણના બે મૂર્ણ પુત્રોની જેમ કાર્યનું કારણ જણાતાં દુઃખી થાય છે.” રાણીએ તેને પૂછ્યું કે-“હે મુગ્ધ ! તે દ્વિજપુત્રો કોણ હતા ? તે કહે.” તેથી રાણીને પ્રતિબોધ કરવા આવેલી વિપ્રવધૂએ આ પ્રમાણે તેની કથા કહી.
દ્વિજપુત્રોની કથા | * નંદી નામના ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેને બે પુત્રો હતા. તેઓ ભિક્ષાદ્વારા પોતાના દિવસો વ્યતીત કરતા હતા. એક દિવસ ક્યાંક જતાં તેઓ કરંબાથી ભરેલા પાત્રવાળી ગાડી જોઈને અત્યંત ખુશ થઈને નાચવા લાગ્યા. પછી સુધા લાગવાથી કરંબો ખાવાની ઇચ્છાથી તે વિચારવા લાગ્યા કે “આ કંરબો આપણને ક્યારે ખાવા મળશે?” આ પ્રમાણે વિચારતા તેઓ નદી કિનારે ગયા. તેટલામાં તેમણે એક મનુષ્યને કરંબાથી ભરેલો પાંદડાનો પડીઓ ગાડામાંથી લઈને નદીમાં મૂકતા જોયો. તેણે તેની પાસે આવીને તેમ કરવાનું કારણ પૂછ્યું તેથી તે બોલ્યો કે “મારા સ્વામીના પેટમાં ઘા પડ્યો છે. તેમને ઘણી પીડા થાય છે. તેની શાંતિ માટે ઘા ઉપર કરબો બાંધવામાં આવે છે. તે છોડ્યા પછી તેનું કોઈ ઉલ્લંઘન ન કરે તે કારણે તેના પડીકા બાંધીને નદીમાં વહેતા મૂકી દેવામાં આવે છે.” આ પ્રમાણેની તેના મુખેથી હકીકત સાંભળીને તે બન્ને બહુ ખેદ પામ્યા અને આપણે આ સર્વજનને નિંદિત ઈચ્છા કરી માટે આપણને ધિક્કાર છે ! “એમ વિચારતા તે બન્ને નદીમાં પડીને મરણ પામ્યા.”
તે કારણે “હે રાણીજી ! કોઈપણ કાર્યનું કારણ બહુ પૂછવું નહીં અને આ કથાનો સાર મનમાં વિચારવો. પછી તમારો આગ્રહ જ હશે તો હું મર્ચીને હસવાનું કારણ કહીશ.” આ પ્રમાણે જુદી જુદી કથાઓ કહીને તે પંડિતની પુત્રવધૂ એ નૃપપ્રિયાને બહુ સારી રીતે સમજાવી, પણ તે કોઈ રીતે સમજી નહિ. કારણકે “સ્ત્રીમાં બુદ્ધિ કયાંથી હોય?” પછી તેનો બહુ આગ્રહ હોવાથી રાજાની આજ્ઞાવડે તે વધૂએ મીનના હાસ્યનો સંકેત જણાવવા માટે એક ઊંડો ખાદો ખોદાવ્યો. પછી મૃગાવતીની બધી દાસીઓને બોલાવીને તે વિપ્રવધૂએ કહ્યું કે–‘તમે મારું અમૃત જેવું વાક્ય સાંભળો આ ખાડામાં તમે બધી ખૂબ જોરથી એક એક પથરો નાંખો, તેમાં જેનો પથરો એકદમ ખાડાને તળીએ પહોંચશે તેને રાજા મોતીનો હાર બક્ષીસ આપશે. તે સાંભળીને એક સિવાય બધી દાસીઓએ એકેક પથરો પૂરા જોરથી તેમાં નાખ્યો. પછી તે વિપ્રવધૂએ રાણીને કહ્યું કે–“આ દષ્ટાંતથી તમે સમજી જાઓ.” તે સાંભળીને ગુસ્સે થયેલી અને જેનાં હૃદય અને નેત્ર અંધ થઈ ગયેલા છે એવી રાણી બોલી કે–“શીઘ મારા દુઃખનું નિવારણ કરનારું મીનના હાસ્યનું કારણ કહે.”
વિપ્રવધૂ બોલી કે–“આપનો આગ્રહ જ છે તો કાલે કહીશ. પરંતુ હે દેવી ! મનમાં વિચારો. આનું કારણ સ્ત્રીના અંગોપાંગની જેમ ઢાંકેલું જ સારું છે, ઊઘાડું કરવામાં શોભા નથી.” આ પ્રમાણે કહીને તે ગઈ. બીજે દિવસે આવી ત્યારે રાણીએ તો કારણ જાણવા પૂર્વની જેમ જ આગ્રહ કર્યો, તેથી તે વિપ્રવધૂએ દઢ મનવાળી થઈને રાજાને કહ્યું કે– હે રાજન્ ! આ રાણીની
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫૫
છઠ્ઠો પલ્લવ બધી દાસીઓને એકાંતમાં લઈ જઈને વસ્ત્ર વિનાની કરો એટલે મત્સ્ય ને હસવાનું કારણ મારા કહ્યા વિના તમે સમજી જશો.” રાજાએ તે પ્રમાણે કરવાનું શરૂ કરતાં પહેલો એક શ્યામ વર્ણવાળો પુરુષ જણાયો, એટલે વિપ્રવધૂ બોલી કે–“આ પુરુષ સ્ત્રીના વેશમાં રહીને રાણીને ભોગવે છે, તેથી મીન હસ્યો અને તેણે જણાવ્યું કે–આવા હનવંશવાળા અને શ્યામવર્ણવાળા પુરુષને પણ તું ભોગવે છે પછી બીજા દાસીના વેશમાં રહેલ રૂપવંત પુરુષો સાથેની તો વાત જ શી કરવી ? તારું બધું ચારિત્ર હું જાણું છું, માટે તું “આ મસ્યો તો પુરુષવેદી છે તેથી તેની સામે હું નહીં જોઉં.' એવો ખોટો દંભ કરવો છોડી દે.” આ પ્રમાણે મીનના હસવાનો સાર છે.”
એ રીતે પ્રત્યક્ષ બધી હકીકત જાણીને રાજા રાણી ઉપર બહુ જ કોપાયમાન થયો અને તે રાણીને તેમજ દાસીરૂપધારી બધા પુરુષોને અપરાધી ગણીને દેશપાર કર્યા.” *
“સ્ત્રી દુખની અગાધ ખાણ છે, ક્લેશનું મૂળ છે, ભયને ઉપજાવનાર છે, પાપનું બીજ છે, શોકનું સ્થાન છે અને વાદળા વિનાની વિજળી સમાન છે. આ જીવલોકમાં શમ, શીલ અને સંયમયુક્ત, પોતાના વંશમાં તિલક સમા અને શ્રુત તેમજ સત્ય સહિત કોઈક જ સ્ત્રી હોય છે, તેથી મારી સ્ત્રી અહીં આવે અને આ રૂપવંત પુરુષને જુએ તે પહેલાં જ આનો ઉપાય કરું કે જેથી પાછળથી પસ્તાવું ન પડે.”
આ પ્રમાણે વિચારીને તે વિદ્યાધરે તત્કાળ એક પ્રભાવશાળી ઔષધિ લાવીને તે સૂતેલા રાજાને હાથે બાંધી દીધી કે જેના પ્રભાવથી તરત જ તે રાજા સ્ત્રીરૂપે થયો. આ પ્રમાણે કરીને પછી તે ખેચર દેવકુલની અંદર દેવાર્શન કરવા ગયો.
તેના ગયા પછી તેની વિદ્યાધરી સ્ત્રી ત્યાં આવી તેણે બહુ રૂપવંતી સ્ત્રીને ત્યાં સૂતેલી જોઈ. દેવાંગના સમાન તેનું રૂપ જોઈને વિસ્મય પામેલી તુચ્છમનવાળી વિદ્યાધરી મનમાં વિચારવા લાગી કે–“મારો સ્વામી જો આ રૂપવંત સ્ત્રીને જોશે તો જરૂર તેની ઉપર મોહ પામશે
અને મને તજીને આને સ્ત્રીપણે સ્વીકારશે. કારણકે પુરુષો ભ્રમર સમાન હોય છે તેથી તે જુદા . જુદા પુષ્પની સુગંધ લીધા કરે છે. એમ શાસ્ત્રમાં કહેલું છે. પુરુષોની દૃષ્ટિ ચંચળ હોય છે, તેથી
તે રમ્ય અને અરમ્ય બન્ને પ્રકારના પદાર્થ ઉપર જાય છે. તેમજ કામથી વિડંબના પામેલા તેઓ કૃત્યાકૃત્યને જાણતા નથી. કામાર્ત–પુરુષ પુત્રવધૂ, માતા, પુત્રી, ધાવમાતા, ગુરુપત્ની, તપસ્વીની કે તિચિણીને પણ ભોગવવા ઇચ્છે છે. મનુષ્યો અગ્નિમાં પ્રવેશ કરે છે, શસ્ત્રવડે પોતાના દેહનું વિદારણ કરે છે, અનેક પ્રકારનાં તપ અને કષ્ટ સહે છે, પરંતુ રાગાદિ શત્રુઓને જીતી શકતા નથી. તેને તો કોઈ વિરલા જ જીતે છે.” ચિત્રમાં ચીતરેલી સ્ત્રી પણ પુરુષના ચિત્તનું હરણ કરે છે તો સ્મિત, મેર અને વિભ્રમવડે ભ્રમિત નેત્રવાળી સ્ત્રીને દૃષ્ટિવડે જોવાથી તે ચિત્તનું હરણ કરે તેમાં શું નવાઈ ? કામિનીના વિલોકન, ભાષણ, વિલાસ, ક્રીડા અને આલિંગનાદિ મનના વિકાર માટે થાય છે, એટલું જ નહીં પણ તેનું સ્મરણ પણ મનના વિકાર માટે થાય છે.”
આ પ્રમાણે વિચારીને તે વિદ્યાધરીએ એક મહૌષધિ લાવીને કાળા દોરાથી તેના ડાબા પગે બાંધી. જેથી તે તરત જ કુબ્ધ થઈ ગયો. આ પ્રમાણે કરીને તે વિદ્યાધર અને વિદ્યાધરીના ગયા પછી જાગૃત થયેલા રાજાએ પોતાનું શરીર કુર્જ થયેલું જોયું તથા હાથ અને પગે બાંધેલી
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૬
શ્રી ધર્મલ્પદ્રુમ મહાકાવ્ય ઔષધિ પણ જોઈ. ત્યારબાદ કુન્જ રાજાએ પહેલી ઔષધિ છોડી એટલે કુલ્કપણું મટીને સ્ત્રીપણું થયું, પછી હાથે બાંધેલી ઔષધિ છોડી એટલે પ્રથમ હતો તેવો રૂપવાનું થઈ ગયો. એ પ્રમાણે બને ઔષધિઓનો પ્રભાવ જાણીને તે બન્ને જટી છૂપાવીને પછી રાજા ફરી પરિવ્રાજિકાના આશ્રમમાં ગયો. રાજાને આવેલ જોઈને પરિવ્રાજિકાએ પૂછયું કે–હે મહાપુરુષ ! તમે ચિંતાતુર જણાઓ છો, તેથી તમારા મનમાં શી ચિંતા વર્તે છે ? તે કહો.” રાજાએ તેની પાસે પોતાના સ્વપ્નની યથાર્થવાત કહી સંભળાવી અને પછી કહ્યું કે–“તે સ્વપ્નમાં જોયેલી કન્યા મેળવવાની ચિંતા મને રહ્યા કરે છે.” તપસ્વિની બોલી કે– ‘તમે જોયેલી કન્યા નરમત્સરી (પુરષશ્લેષિણી) છે. તે પુરુષ સાથે બોલતી પણ નથી.” રાજાએ કહ્યું કે-“હે માતા ! જો તમારી આજ્ઞા હોય તો હું સ્ત્રીપણે થઈને તેની સાથે વાણી વિલાસ કરું?” તે સાંભળીને તાપસી બોલી કે– “જો તમારી પાસે એવી શક્તિ હશે તો તમારું કાર્ય સિદ્ધ થશે, તે સિવાય તેને મેળવવાનો કોઈ ઉપાય
નથી.”
પછી બીજે દિવસે રાજપુત્રીને આવવાને સમયે રાજા સ્ત્રીનું રૂપ વિકુર્તીને તાપસીને આશ્રમમાં ગયો અને તેને નમસ્કાર કરીને તેની પાસે બેઠો. થોડીવાર થઈ ત્યાં કમલશ્રી તેના આશ્રમમાં આવી અને ભક્તિપૂર્વક નમસ્કાર કરી તેણે તાપસીને પૂછયું કે-“આ રૂપવંતી બાળા કોણ છે? ક્યાંથી આવેલી છે? અને તમારી પાસે કેમ બેઠી છે?” તેના ઉત્તરમાં વૃદ્ધ તાપસી બોલી કે હે સુભગે ! મારું વચન સાંભળ. આ મારા ભાઈની સુલોચના નામની પુત્રી છે. તે પદ્મિનીપુરથી મને મળવા માટે ઉત્કંઠિત થઈને આવી છે અને મારી પાસે થોડાક દિવસ રહેવાની છે.” તે સાંભળીને કમલશ્રી બોલી કે –“હે માતા ! જો મારું કહેવું માન્ય કરો તો કાંઈક કહું! આ તમારી ભત્રીજી તે મારી બહેન ગણાય, તેથી તેને મારી પાસે રહેવા દ્યો કે જેથી તેની સાથે વાતો કરવા દ્વારા મારો સમય આનંદમાં જાય.” તપસ્વિનીએ આજ્ઞા આપી તેથી કમલશ્રી તેને લઈને પોતાના મહેલમાં આવી કમલશ્રી સુલોચના સાથે આનંદથી ક્રીડા કરવા લાગી. તેમજ અનેક પ્રકારની ગોષ્ઠિ કરવા લાગી અને તાપસીને આશ્રમે પણ તેને સાથે લઈને હર્ષપૂર્વક જવા આવવા લાગી. પરસ્પર સ્નેહમાં મોહિત થયેલી તે નવો નવો કળાભ્યાસ કરવા લાગી. એ પ્રમાણે સુખપૂર્વક કેટલાક દિવસો પસાર થયા.
એક વખત સુલોચનાએ રાજપુત્રીને કહ્યું કે-“તમે યુવાન હોવા છતાં તમારા માતાપિતા કેમ તમારો વિવાહ કરતા નથી? તમારું રૂપ રમણીય છે, યૌવન વય છે, વિજ્ઞાનમાં કુશળતા છે, આરોગ્ય છે, છતાં તમે તારુણ્યને ફોગટ કેમ હારી રહ્યા છો ?” તે સાંભળીને રાજપુત્રી આંખમાં આંસુ લાવીને બોલી કે–“જો તમે મારી બહેન હો તો મારી પાસે પુરુષનું નામ જ લેશો નહીં' સુલોચના બોલી કે-“હે ભદ્ર ! તમને આવો પુરુષષ કેમ છે? તેનું કારણ કહો. મને તે સાંભળવાની ઇચ્છા છે.” રાજપુત્રી બોલી કે-“હે સુંદરી ! મારા પિતાનો પટ્ટહસ્તિ જોવાથી મને જાતિસ્મરણ થયું છે, તેથી મારા પૂર્વભવની વાત જાણવાથી મને પુરુષ ઉપર દ્વેષ ઉત્પન્ન થયો છે.” નારીરૂપધારક રાજા બોલ્યો કે– ‘તમને હાથીને જોવાથી કેમ નષ થયો? તમારો પૂર્વભવ કેવો હતો કમલશ્રી બોલી કે-“હે સુલોચના ! મારા પૂર્વભવની વાત સાંભળ કે જેથી હું નરષિણી થઈ છું -
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫૭
છઠ્ઠો પલ્લવઃ
મલયાદ્રિીમાં મોટી અટવીમાં એક મણિભદ્ર નામનો હાથી હતો. તેને પ્રિયંકરી નામની હાથણી હતી. પ્રેમમાં પરાયણ બનીને તે બન્ને સ્વેચ્છાએ ક્રીડા કરતા હતા. તેટલામાં દૈવયોગે તે વનમાં મોટો દાવાનળ લાગ્યો. તે અટવીમાં એવા પાંચ ચંડિલ (શુદ્ધભૂમિ) બનાવેલા હતા કે
જ્યાં તૃણ પણ ઉગેલા ન હોવાથી ત્યાં દાવાનળનો ભય નહોતો. દાવાનળને જોઈને હાથી તુરત જ હાથણી સહિત પહેલા અંડિલ તરફ દોડ્યો. પણ ત્યાં તો બીજા પ્રાણીઓથી જગ્યા ભરાઈ ગઈ હતી. ત્યાં રહેલા બધા પ્રાણીઓને અગ્નિથી ભય પામેલા જોઈને તેમની દયા લાવી હસ્તિ ત્યાંથી હાથણી સહિત બીજા સ્થંડિલે ગયો. ત્યાં પણ પ્રાણીઓ ભરાઈ ગયેલા હતા. એ પ્રમાણે ત્રીજું અને ચોથું પણ ભરાયેલું જોઈ તે પાંચમા સ્પંડિલે ગયો. તે સ્પંડિલ પણ અરણ્યના સસલા, ગેંડા, હરણો વગેરેથી પૂર્ણ થઈ ગયું હતું. તેથી તે સ્થડિલના એક ખૂણા પર હાથણી સહિત તે હાથી ઊભો રહ્યો. વનમાં લાગેલો દાવાનળ ખૂબ વિષમ હતો, તદુપરાંત ઘણો પવન આવવાથી દાવાનળ ખૂબ વધી ગયો. તેથી થોડા જ વખતમાં આખુ વન ભસ્મરૂપ થઈ ગયું. બધું જ વન બળી જવાથી પશુ તથા પક્ષીઓ સ્થાનભ્રષ્ટ થવા સાથે અનાથ થયા. સ્વભાવથી જ મલિન એવા ધુમાડાવડે સમગ્ર પૃથ્વી શ્યામ અને સંતાપિત થઈ. પુષ્પ, પલ્લવ, લતા અને ફળવાળા અનેક વૃક્ષોને દાવાનળ ભસ્મીભૂત કરી નાખ્યા. એ પ્રમાણે આખું વન સાપના રાફડા જેવું બની ગયું.
અહીં પાંચમા સ્થંડિલમાં રહેલી હાથણી દાવાનળના તાપથી આક્રાંત થઈ ગઈ, તે વખતે બળતી હાથણીને ત્યજીને હાથી દાવાનળના ભયથી શીઘ મોઢામાં સૂંઢ નાંખતો જીવ લઈને ભાગ્યો. એ પ્રમાણે પતિને ભાગી જતો જોઈને હસ્તિની બહુ જ કોપાયમાન થઈ. પણ પાછી પૂર્વે મુનિનો સંયોગ થયેલો હોવાથી શાંત થઈ, ક્રોધ સમાવ્યો અને તેને સન્મતિ ઉત્પન્ન થઈ. તે વનમાં શ્રીયુગાદીશનો એક શ્રેષ્ઠ પ્રસાદ હતો, તે તેણે પૂર્વે જોયેલો હતો, આ વખતે તે પ્રસાદનું જ ભાગ્યયોગે તેને સ્મરણ થયું. પૂર્વે મુનિના મુખથી નમસ્કારમંત્રનો પ્રભાવ સાંભળ્યો હતો, તે અત્યારે તેના સ્મરણમાં આવ્યો. તેના શુભ ધ્યાનથી તે મરણ પામીને સ્વર્ગે ગઈ. ત્યાં સ્વર્ગનું સુખ ભોગવી ત્યાંથી અવીને હું રાજપુત્રી થઈ છું. આ ભવમાં રાજાના હસ્તીને જોવાથી તે - સુલોચના ! મને જાતિસ્મરણ થયું છે. મને પૂર્વભવમાં બળતી મૂકીને હાથી ભાગી ગયો, તેથી પુરુષો એવા નિર્દય અને ક્રૂર જ હોય છે, માટે તેનું મોટું પણ શા માટે જવું? એમ મેં નિર્ધાર કર્યો છે. હે સખી ! મેં મેરુપર્વત જેવા સ્વર્ગના સુખ ભોગવ્યા છે તે તેની પાસે સરસવ જેવા મનુષ્ય સુખની શું કિંમત છે? તેથી તે સુખભોગથી મારું મન તૃપ્ત પણ કેવી રીતે થાય ? કહ્યું છે કે–અસુર ને સુરના ભોગથી જે જીવ તૃપ્ત થયો નહીં તે મનુષ્યના સ્વલ્પ સુખોથી કેવી રીતે તૃપ્તિ પામે ? સમુદ્રના પુષ્કળ જળનું પાન કરવાથી જે તૃપ્ત ન થયો તે તૃણની ટોચ પર રહેલા પાણીના બિંદુથી કેમ તૃપ્ત થાય? જેમ બિલાડો દૂધનું આસ્વાદન ખુશ થતો થતો કરે છે તેમ આ જીવ સંસારના વિષય સુખનું આસ્વાદન આનંદપૂર્વક કરે છે પણ માથા પર ઠંડો લઈને ઉભેલા યમરાજાને તે જોતો નથી “હે ચિત્તરૂપી ભાઈ ! જો તને શ્રેષ્ઠ સુખની જ ઇચ્છા હોય તો પવને હલાવેલા દીપકની ચપળ શિખા જેવા કામને ત્યજી છે. તેના ત્યાગ વિના કરેલું ધ્યાન, ઉત્તમગુરુની નિશ્રા, શ્રેષ્ઠ તપનું આચરણ, અનેક દેવોની સ્તુતિ-પ્રાર્થના આદિ સર્વે પણ નિષ્ફળ થાય છે.” હે સુલોચના ! આ પ્રમાણે વિચાર કરીને મારી પાસે રમણીય એવા વિષયસુખનું કે પુરુષનું
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય નામ પણ લેવું નહીં પ્રેમવાળી હાથણીને આગમાં બળતી મૂકીને હાથી ભાગી ગયો તેથી વિચાર કર કે પુરુષમાં શ્રેષ્ઠતા કયાં છે ? અને તેવા પુરુષો કઈ રીતે માન્ય કરી શકાય ?
આ પ્રમાણેના રાજપુત્રીના વચનો સાંભળીને સુલોચના બોલી કે—‘હે સખી ! તું કહે છે તે ઠીક છે પણ સ્ત્રીનું કન્યાપણું મોટી ઉંમરે યોગ્ય લાગતું નથી.' તેનો આવો આગ્રહ જોઈને કમલશ્રી પુનઃ બોલી કે—‘હે સખી ! જો હું પૂર્વભવના ભત્તરને જાણું અને તેનામાં ગુણનો સદ્ભાવ હતો એમ સમજું તો સમયે તેની સાથે પ્રાણિગ્રહણ કરું.' આ પ્રમાણેનો કમલશ્રીનો વિચાર જાણીને ચિંતામાં પડેલી કૃત્રિમ સ્ત્રીને વિશેષ ઉહાપોહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેણે પોતાનો પૂર્વભવ જોયો.
એક દિવસ તાપસી પાસે જઈને તે સ્ત્રીરૂપે થયેલ રાજાએ પોતાના અને રાજપુત્રીના પૂર્વભવની બધી વાત કરી. તે સાંભળીને તાપસીએ તે હકીકત એક ચિત્રપટમાં આલેખી. તેમાં દાવાનળ સહિત અટવી ચીતરી. હાથણીને બળતી જોઈને પાણી લેવા માટે જતો હાથી દોર્યો. તે પાણી સૂંઢમાં લઈને આવ્યો અને તે જળવડે હાથણીને સીંચવા લાગ્યો. વળી બીજીવાર પાણી લેવા ગયો અને તેનાવડે હાથણીને સીંચી. એમ ગમનાગમન કરતાં તે હાથી પણ દવથી બળી
ગયો અને મૃત્યુ પામ્યો. આ બધું ચીતર્યું આ બધી હકીકત સમજાવીને ચિત્રપટ્ટ મંત્રીને આપ્યો. મંત્રીએ તે ચિત્રપટ્ટ તે નગરના ચતુથ વચ્ચે મૂક્યો અને તેનો મહિમા કર્યો, તે જોઈને લોકો ‘આ શેનું ચિત્રપટ્ટ છે ? એમ પૂછવા લાગ્યા. તેથી મંત્રી બોલ્યો કે—‘આ મારા સ્વામીનું ચિત્ર છે અને તેનું ચરિત્ર બહુ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવું છે.' આ હકીકત પરંપરાએ રાજપુત્રીએ સાંભળી. તેથી તેણે પટ્ટ લઈને મંત્રીને બોલાવ્યો, તે ગયો. તેની પાસેથી પટ્ટ લઈને રાજપુત્રી તે જોવા લાગી. તેમાં તેણે દાવાનળ યુક્ત અટવી જોઈ, તેમાં હાથી અને હાથણી જોયા. હાથીને પાછો આવીને હાથણીને પાણી સીંચતો અને છેવટે મરણ પામતો જોયો. તેને પોતાના પૂર્વભવનો ભર્તાર જાણીને તે રાજપુત્રી ઉંચે સ્વરે વારંવાર રોવા લાગી. હાથીને અગ્નિમાં બળી ગયેલો જોઈને તેનો પુરુષપરનો દ્વેષ નાશ પામ્યો. તે વિચારવા લાગી કે—‘અહો ! મારા સ્નેહથી બદ્ધ હસ્તી મારી પાછળ મરણ પામ્યો ! સ્નેહ અનર્થનું મૂળ છે. સ્નેહ દુઃખની શ્રેણિરૂપ છે, સ્નેહવડે જ પ્રાણી દધિની જેમ મંથનનું દુ:ખ ભોગવે છે. પ્રેમનો વિકાર નિશ્ચે દુર્નિવાર છે. તેને કારણે જ મુરારિ (કૃષ્ણ) શૃંખલાબદ્ધ થયા, ચંદ્રમા કલંક પામ્યો, રવિ કુષ્ટિપણાને પામ્યો અને શંભુ (શિવ)ને અર્ધશરીરે પાર્વતીને રાખવી પડી. સ્વજનો સીદાય, ચાડીયાઓ હસે, બાંધવો શોક કરે, પ્રાણ કંઠે રહે, ન્યાયવાળા નિંદા કરે, લક્ષ્મી ચાલી જાય તોપણ કામી પુરુષ પોતાના ઇચ્છિત જનને નિઃશંકપણે સેવે છે. જો યુક્તાયુક્તની વિચારણા પ્રાપ્ત થાય છે તો તે આવા સ્નેહને જલાંજલી આપે છે—તજી દે છે.’
વળી રાજપુત્રી વિચારે છે કે—‘મેં જળ લાવીને દવથી પીડિત એવી મને સીંચતા હાથીને જોયો નહીં તેથી જ તેના ઉપર અને અત્યારે પુરુષદ્વેષ કર્યો. પ્રાયે નારી અલ્પ બુદ્ધિવાળી જ હોય છે.” આ પ્રમાણે વિચારીને તેણે મંત્રીને પૂછ્યું કે—‘આ ચિત્ર તમને કોણે આપ્યું છે ? મંત્રી બોલ્યો કે—“હે સ્વામિની ! સાંભળો. મારો સ્વામી પદ્મિનીપુરમાં રાજા છે. તેનું નામ પુરુષોત્તમ
Page #178
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો પલ્લવઃ
છે. તેણે જાતિસ્મરણવડે પોતાનું ચરિત્ર આ પટ ઉપર આલેખ્યું છે. તેને થયેલા મતિમોહથી પોતાના પૂર્વભવની પ્રિયા મેળવવા માટે તેણે આવા ચિત્રપટ્ટો સર્વ રાજ્યોમાં મોકલ્યા છે. ‘સર્વ - કર્મમાં મોહનીયકર્મ, સર્વ દુઃખો દરિદ્રતા, સર્વપાપો ચૌર્યભાવમાં અને સર્વ દોષો અસત્યમાં સમાઈ જાય છે.' જાગતા છતાં પણ જે નિદ્રાસ્વરૂપ છે. જોતા છતાં પણ જે અંધતારૂપ છે. શ્રુત ભણ્યા પછી પણ જડરૂપ છે અને પ્રકાશિતપણું છતાં પણ જે તમસરૂપ છે. તેવો સ્ત્રીમોહ ખરેખર દુખ્ત્યાજ્ય છે. દારા પરાભવરૂપ છે, બંધુજનોનો મોહ બંધનરૂપ છે, વિષયો વિષરૂપ છે, તે છતાં આ મોહ કેવો દુર્ગમ છે કે જેથી ખરેખરા શત્રુઓને પણ આપ્રાણી મિત્ર ગણે છે.’ આમ હોવાથી પૂર્વભવનો મોહ ખાસ તજવા લાયક છે. એમ ઘણીવાર સમજાવ્યા છતાં પણ અમારા રાજા ન માનવાથી તેમની આજ્ઞાને લઈને હું આ ચિત્રપટ્ટ સહિત અહીં આવ્યો છું.”
૧૫૯
આ પ્રમાણે તેની હકીકત સાંભળીને રાજપુત્રી હર્ષમાં આવીને બોલી કે—‘હું જાતિસ્મરણથી જાણું છું કે—આ હાથણી તે હું છું અને તમારા રાજા તે હાથીરૂપ મારા પતિ છે.' પછી પુરુષોત્તમ રાજા ઉપર રાગી થઈને તેણે પોતાના માતાપિતાને કહેવડાવ્યું કે—‘પદ્મિનીપુરના રાજા પુરુષોત્તમ સાથે તમે મારો વિવાહ કરો.' રાજા તે સાંભળીને બહુ જ ખુશ થયો અને હર્ષિત થયેલા રાજાએ તુરત જ વિવાહની સર્વ સામગ્રી તૈયાર કરી સારભૂત એવી મોટી ઋદ્ધિસહિત પોતાના સુબુદ્ધિ મંત્રીની સાથે શુભ દિવસે પોતાની પુત્રી કમલશ્રીને પદ્મિનીપુર તરફ રવાના કરી. સુલોચનાં સહિત પ્રયાણ કરતાં અનુક્રમે તેઓ પદ્મિનીપુર નજીક પહોંચ્યા.
દ્મિનીપુરના ઉદ્યાનમાં તંબુ નાખીને તેઓ રહ્યા. નગરમાં વાત ચાલી કે—‘અમુક રાજાની પુત્રી કમલશ્રી સ્વયંવરા થઈને પોતાની મેળે આપણા રાજાને વરવા માટે આવી છે.' સુમતિ મંત્રીએ પ્રથમ નગરમાં જઈને વાજીંત્રો અને સૈન્યસહિત સામે આવી તેમનું આતિથ્ય કર્યું. ‘‘સજ્જનો પોતાને ત્યાં આવતાં ઉત્તમજનો સામે ઊભા થાય છે, મસ્તક નમાવે છે, સ્વાગત કરે છે, સંતોષ પામે છે, હસે છે, સામે જાય છે, પૂર્વની સંગતિને દૃઢ કરે છે અને વચનામૃતવડે પરસ્પરના હૃદયનું સિંચન કરે છે.” ક્યારેય કોઈ અપ્રિય જન આવે તો તેના પ્રત્યે પણ સજ્જનો આવું વર્તન કરે છે, તો પ્રિયજન પ્રત્યે કરે તેમાં તો શું નવાઈ ?
પછી સુલોચનારૂપધારી રાજાએ ‘હું મારે ઘરે જઈશ.' એમ કહી રાજપુત્રીની રજા લીધી અને સ્ત્રીરૂપધારી રાજાએ નગરમાં પ્રવેશ કર્યો. પછી એકાંતમાં ઔષધિ છોડીને તે સ્વ-રૂપધારી થયો. પોતાના રાજાને આવેલા જાણીને નગરજનોએ તેમનો પ્રવેશમહોત્સવ કર્યો અને હર્ષવડે પ્રપૂરિત મનવાળા થઈને સૌએ વર્ષાપના કરી. પછી રાજસભામાં બેસીને રાજાએ જ્યોતિષશાસ્ત્રમાં પ્રવીણ જ્યોતિષીઓને બોલાવ્યા અને વિવાહ સંબંધી શુભ દિવસ પૂછ્યો. તેઓએ જ્યોતિષશાસ્ત્રમાં જોઈને અઢાર દોષ રહિત, રેખાશુદ્ધ, બળવાન એવું શુભ લગ્ન તે જ દિવસની રાત્રીના પ્રારંભનું આપ્યું. તેથી સુબુદ્ધિ અને સુમતિ મંત્રીએ મળીને વરકન્યાના વિવાહને લગતી તમામ સામગ્રી તૈયાર કરી. પુણ્યના યોગથી સેંકડો મનોરથ સાથે સ્વપ્નમાં જોયેલી અને સાક્ષાત્ મળેલી પદ્મિની એવી રાજપુત્રી કમલશ્રીની સાથે પુરુષોત્તમરાજાએ પાણિગ્રહણ કર્યું રાજપુત્રી સાથે આવેલા મંત્રી વગેરેને ઘણા ઉત્સાહથી એક મહિના સુધી રોકી પછી યોગ્ય સન્માન કરીને સર્વને
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૦
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય યથાયોગ્ય વસ્ત્રાલંકારાદિની પહેરામણી કરી અને તેમને તેમજ બીજા આવેલા સ્વજનોને યથાયોગ્ય વિવેક જાળવીને વિસર્જન કર્યા અર્થાત્ રજા આપી.
રાજાને પ્રથમ પદ્માવતી નામની એક પટ્ટરાણી હતી, તેવી જ આ બીજી સ્વપ્નના અનુસારે પ્રાપ્ત થયેલી કમલશ્રી પટ્ટરાણી થઈ. રતિ અને પ્રીતિ જેવી તે બે રાણીઓ સાથે રાજા રૂપવડે સાક્ષાત્ કંદર્પ જેવો શોભવા લાગ્યો. એક પદ્મિની અને બીજી હસ્તિની એવી બે શ્રેષ્ઠ સ્ત્રીઓ સાથે તે રાજા ચક્રવર્તિની જેમ સુખભોગ ભોગવવા લાગ્યો. પૂર્વ જન્મના પ્રેમથી કમલશ્રી . ઉપર તેનો રાગ વિશેષ થયો, તેથી તેના વિના તે એક ક્ષણ પણ રહી શકતો નહોતો. તે રાજા રાજ્ય કરતે છતે તેના આખા રાજ્યમાં દુર્ભિક્ષ, બીજા ઉપદ્રવો, દુઃખના કારણો, અન્યાય કે મહાપાપ થતાં નહોતાં. તેણે આખા રાજ્યમાંથી સાત વ્યસનોને આજ્ઞાદ્વારા દૂર કર્યા, તેમજ તેનું દ્રવ્ય નીતિવાળું હોવાથી તેને સાત ક્ષેત્રમાં તે સારી રીતે વાવવા લાગ્યો.
એ પ્રમાણે ઘણા વર્ષો પર્યંત સુખભોગ ભોગવતાં તેની બન્ને રાણીઓ સગર્ભા થઈ. તે બન્નેને પુત્ર થયા, રાજાએ તેનો સારી રીતે જન્મ મહોત્સવ કર્યો અને યોગ્ય દિવસે તેના શ્રીષેણ અને હરિષેણ એવાં નામ પાડ્યાં. પ્રથમાવસ્થામાં તેનું લાલનપાલન કર્યું પછીની અવસ્થામાં તેને સારી રીતે ભણાવ્યા, પછી વૃદ્ધિ પામતા તે બન્ને કુમારો યૌવનાવસ્થા પામ્યા. કહ્યું છે કે—જે પુત્ર બાલ્યાવસ્થામાં શસ્ત્રકળા મેળવવાના પરિશ્રમમાં તત્પર હોય તેમજ શરીરનો પણ પોષક હોય અને તરુણાવસ્થામાં સંસારના સુખ ભોગવવા સાથે દ્રવ્યોપાર્જનમાં તત્પર હોય સાથે · · માતાપિતાનો પણ પાલક હોય. તેમજ વૃદ્ધાવસ્થામાં જે ધર્મિષ્ઠ હોવા ઉપરાંત મનોવિકાર રહિત સ્વચ્છ ઇન્દ્રિયવાળો હોય—એવો પુત્ર આ ભવ અને પરભવમાં અસંખ્ય સુખને માટે થાય છે.”
રામ લક્ષ્મણની જેમ પરસ્પર ગાઢ પ્રીતિ ધરાવતા તે બન્ને બંધુઓ સાથે રહીને જ અનેક પ્રકારની ક્રીડાઓ કરવા લાગ્યા. ‘કાંતારમાં, વ્યસનમાં, વિવાહમાં, કલહમાં, સુખમાં, દુઃખમાં, સંગ્રામમાં, યાત્રામાં, વ્યવહારિક કાર્યમાં, કુલાચારમાં, વિવાહક્રમમાં તેમજ બીજા શુભ કે અશુભ અનેક કાર્યમાં જે નિરંતર સાથે જ રહે તે જ ખરેખરો બાંધવ છે અને તેવા જ બાંધવની સ્પૃહા કરવામાં આવે છે. જે તેવો ન હોય તે બાંધવ જ ક્યાં ? તેને કોણ ઇચ્છે છે ? બીજી બધી વસ્તુ પ્રયત્નથી કે ધનથી પ્રાપ્ત થાય છે, પણ પુણ્યવાન્, વિનયી અને ગુણી એવો ભાઈ કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થતો નથી.
એક વખત તે નગરના ઉદ્યાનમાં અનેક ગુણગણસંયુક્ત અને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર શ્રીસંભવસૂરિ નામના આચાર્ય ભગવંત પધાર્યા. ચારજ્ઞાનવાળા અને ચારપ્રકારના ધર્મને કહેનારા તે સૂરિભગવંત નિર્દોષવસતી જોઈને ૭૦૦ મુનિ સાથે ત્યાં રહ્યા. ઉઘાનપાલકના મુખેથી તેમના આગમનની વધામણી જાણીને રાજા ઉદ્યાનમાં આવ્યો અને ગુરુને વંદન કરી તેમની પાસે ધર્મ સાંભળવા બેઠો. ગુરુમહારાજે ધર્મદેશનાની શરૂઆત કરી.
‘‘ભો ભવ્યો ! વિરસ અને અનેક પ્રકારના દુઃખોથી વ્યાપ્ત એવા આ સંસારૂપી સમુદ્રમાં એક નિર્મળ એવો ધર્મ જ ચિંતામણિ રત્નની જેમ અંગીકાર કરવા યોગ્ય અથવા શ્રેષ્ઠ છે. આ જગતમાં વ્યસનો ઉપર દ્વેષ, સાધુજનો પર પ્રીતિ, ગુણોમાં આદર, સદ્વિદ્યામાં રિત, સુભાષિત
Page #180
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો પલ્લવઃ
૧૬૧ રસના આસ્વાદનમાં કુતૂહલ, સારા શ્લોકો રચવાની શક્તિ, પરપીડા સમાવવામાં પ્રયત્ન અને શ્રીજિનેશ્વરની આરાધનામાં તત્પરતા–કોઈક ધન્ય જીવને જ પ્રાપ્ત થાય છે. તે ભવ્યપ્રાણી ! તું પ્રાણીમાત્રમાં સમભાવ ને ધારણ કર, સંસારપર નિર્મમત્વ બુદ્ધિ લાવ, મનના શલ્યને દૂર કર અને ભાવશુદ્ધિનો આશ્રય કર.”
આ પ્રમાણેની દેશના સાંભળીને રાજા અત્યંત વૈરાગ્યવાસિત થયો. પછી તેણે પોતાના પૂર્વભવ સંબંધી અને તેમાં કરેલ પુણ્ય સંબંધી પૃચ્છા કરી. ગુરુમહારાજે કહ્યું કે-“હે મહીનાથ ! તેં પૂર્વ જન્મમાં જે મહાતપ કરીને પુણ્ય ઉપાર્જન કર્યું છે તે હું સ્પષ્ટપણે કહું છું. તે સાંભળ :–
પુરુષોત્તમ રાજાનો પૂર્વભવ, આ ક્ષેત્રમાં જ નરકાંતા નામની રમણીય નગરી છે. ત્યાં અનેક હસ્તીઓની શ્રેણિથી વિભૂષિત નરસેન નામનો રાજા હતો તે નગરમાં ગુણસાર નામનો મહાધનવંત સાર્થવાહ વસતો હતો. તેને પતિના ચિત્તને અનુસરનારી તે પ્રમાણે જ વર્તનારી ગુણશ્રી નામની પ્રિયા હતી. કેટલોક વખત પસાર થયા પછી દુર્દશાના યોગથી કોઈ જીવ નરકમાંથી ચ્યવીને ગુણશ્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયો તે ગર્ભના પ્રભાવથી ગુણશ્રીને અશુભ દોહલા થવા લાગ્યા. તેમજ મલિન વસ્ત્ર ગમવા લાગ્યા અને કુત્સિતઅન્ન રૂચવા લાગ્યું. “હું દાન આપવા ઇચ્છતી નથી, છતાં આ ભિક્ષુકો શા માટે મારે ઘેર આવે છે.” આમ ગર્ભના પ્રભાવથી તેના ચિત્તમાં અશુભ વિચાર આવવા લાગ્યા. દુર્ભાગ્યના વશથી તેનો પતિ ગુણસાર મૃત્યુ પામ્યો અને તેની જળમાર્ગે અને સ્થલમાર્ગે રહેલી તેમજ ઘરમાં રહેલી સર્વ લક્ષ્મી નાશ પામી. જેના હાથમાં જે આવ્યું તે ઉપાડી ગયા. અનુક્રમે પુત્રનો જન્મ થયો. ત્યારપછી કેટલેક દિવસે તેની માતા મરણ પામી. પૂર્વ પાપના કેટલાક ઉદયથી તે બાળક કૃશ, પીળા કેશવાળો, કુબડો, વામણો, કુરૂપ અને દુર્ભાગી થયો. તેનું કુટુંબ તો નાશ પામ્યું હતું પણ બીજા લોકોએ દયા આવવાથી તેને પાળ્યો. “દયાળુ મનુષ્યો સુગુણ અને નિર્ગુણપણું જોતા નથી.” તેણે લક્ષ્મી, કુટુંબ બધું સંવરી લીધું. અને તેથી બાળકાળથી લોકોએ તેનું નામ સંવર રાખ્યું. તે જયાં જાય ત્યાં ઉંચે સ્વરે દુર્વાક્યો કહીને લોકો તેને તાડના કરતા હતા. કાગડાઓનો ઉપદ્રવ ઘુવડ સહન કરે તેમ, તે બધી પીડા સહન કરતો હતો. એકવખત તે રાજકારે ગયો તો ત્યાં દ્વારપાળે તેને તાડના કરી કાઢી મૂક્યો. તરુણ થયા છતાં પણ દુષ્કર્મના યોગથી તેનું વિરૂપપણું ગયું નહીં.
આ પ્રમાણે મહાદુર્દશાયુક્ત ઘણી કાળ વ્યતીત થયે છતે તે સંવર દૌર્ભાગ્યના દુઃખથી ચિત્તમાં વિચારવા લાગ્યો કે- “અહો મારું એવું તે કેવું મહાપાપ છે કે જેથી મારા માતાપિતાનો, કુટુંબનો અને સંપત્તિનો બધાનો નાશ થયો ? મારા મનોરથો દુર્ભાગીની જેમ મનમાં ઉત્પન્ન થઈને પાછા મનમાં જ શમી જાય છે. કુલાંગાર એવા મેં મિત્રોની વાણી માની નહીં. આત્મલાઘવતા ગણી નહીં અને જનપ્રવાહથી હું ભય પામ્યો નહીં. સૈનિક, કૃતઘ્ન, વ્યાધ (પારઘી), વ્રતલોપી અને વિશ્વાસઘાતીઓમાં, તિર્યંચ તથા નરકગામી જીવોમાં, પ્રચ્છન્ન પાપ કરનારાઓમાં, અનંત સંસાર ભમનારા અભવ્યોમાં, મદાંધોમાં, માંસભક્ષણ કરનારાઓમાં અને કુળને મલીન કરનારાઓમાં મારા જેવો દુર્દશાવાનું કોઈ જણાતો નથી. અંધ સારો, મૂર્ધસારો,
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૨
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય કુષ્ટિ સારો, ઠુંઠો સારો, પક્ષી સારો અને પ્લેચ્છ સારો પણ કુળને લજાવનાર મારા જેવો સારો નહીં. કેટલાક મનુષ્યો તો આખા જગતનું રક્ષણ કરવામાં સમર્થ હોય છે, કેટલાક કુટુંબનું રક્ષણ કરવામાં સમર્થ હોય છે. કેટલાક પોતાનું પેટ ભરવામાં સમર્થ હોય છે અને મારા જેવા દુર્ભાગ્યરૂપી સર્ષે ડશેલા તો પોતાનું પેટ ભરવા પણ સમર્થ હોતા નથી. તે તૃષ્ણાદેવી ! મનથી યાચના કરવામાં તત્પર મારા જેવા દ્યો, ઘો” એમ કહેતા ફરે છે, કોઈ વખત પારકે ઘરે માનરહિતપણે કાગડાની જેમ શંકા સહિત જમે છે, વળી ભ્રકુટીના કટાક્ષથી કુટિલ દષ્ટિએ જોનારા દુર્જનોથી જોવાય છે. કોઈપણ જગ્યાએ શાંતિ કે સન્માન પામતા નથી. દુર્જનનું વર્તન જોયું, સજ્જનજનોથી થતો પરાભવ વેક્યો, મિત્રાઈ માટે ધનવંતોની ખુશામત કરી, ઠીકરાના ભાજનમાં જમ્યો, ઉઘાડા પગે ઘણું ગમનાગમન કર્યું, તૃણના સંથારા ઉપર સૂતો–બધા દુઃખો સહન કર્યા, છતાં તે કૃતાંત ! હજી પણ કાંઈ દુઃખ આપવાનું બાકી રહ્યું હોય તો તે પણ આપી દે કે જેથી હું તે ભોગવવા તૈયાર રહું.”
આ પ્રમાણે વિચારીને છેવટે તેણે વિચાર્યું કે–પરાભવના સ્થાનરૂપ દુર્ભાગી એવા મને તો અહીં રહેવાનું સ્થાન જ નથી, તેથી બહારગામ જવું તે જ યોગ્ય છે. આમ વિચારીને પોતાનું નગર ત્યજીને તે બહાર નીકળ્યો. અનુક્રમે તે વનમાં આવ્યો. ત્યાં તેને ગોવાળોએ પાષાણ અને લાકડીઓ વડે ઘણો માર માર્યો. તે સમયે તેણે સમતા ધારણ કરીને વિચાર્યું કે રે જીવ ! તારાં કરેલાં કર્મો તારે ભોગવવાનાં છે, તેથી શાંતિથી સહન કર. દારિદ્રરૂપી દવથી બળેલાને, આધિવ્યાધિથી દુઃખી થયેલા જીવોને, કૃપણોને અને અશક્તોને ક્ષમા તે જ ગતિ છે—ક્ષમા જ ધારણ કરવા યોગ્ય છે. આ પ્રમાણે વિચારતા અને આગળ ચાલતા તેણે એક મોટી અટવીમાં ભયભીતપણે પ્રવેશ કર્યો. તેટલામાં તેણે સિદ્ધાસને સ્થિર રહેલા એક મુનિ જોયા.
મુનિએ દીન એવા તેને આવતો જોઈને “હે વત્સ ! આવ, આવ.' એમ કહીને બોલાવ્યો તે સાંભળીને તે દુર્ભાગી સંવરે વિચાર્યું કે–અત્યારે મારું ભાગ્ય કાંઈક જાગૃત થયું જણાય છે. કારણકે આજ સુધી “આવ' એવો શબ્દ આ જીંદગીમાં મેં ક્યારેય સાંભળ્યો નથી.” પછી આંખમાંથી આંસુ ઝરતાં તેણે મુનિરાજના ચરણમાં પ્રણામ કરીને કહ્યું કે-“હે ભગવન્! આપના દર્શનથી આજે હું કૃતાર્થ થયો છું.” મુનિએ તેનો હાથ ઝાલીને તેને આશ્વાસન આપી સ્વસ્થ કર્યો. ત્યારબાદ તેને આ પ્રમાણે વૈરાગ્યની દેશના આપી. “હે ભવ્ય પ્રાણી ! આ સંસારમાં રહેલા જીવોને પ્રથમ તો ગર્ભાવાસમાં દુઃખ ભોગવવું પડે છે, ત્યારબાદ એટલે કે જમ્યા પછી સ્ત્રીના દૂધનું પાન કરવું અને મળથી મલીન શરીરે રહેવું એ પણ દુઃખ સ્વરૂપ હોય છે, તરુણવયમાં પણ શોક વિયોગાદિ અનેક પ્રકારનાં દુઃખ હોય છે અને અંતે વૃદ્ધપણું પણ તદ્દન અસાર છે, માટે તે મનુષ્ય ! કહે, આ સંસારમાં કોઈ પણ અવસ્થામાં થોડું પણ સુખ છે ? આ સંસાર મહાન કૂપ સમાન છે, અનેક પ્રકારની વિપત્તિરૂપ જળથી ભરેલું છે. ધર્મ એ કૂપમાં પડેલા પ્રાણીઓને ઉદ્ધારવા માટે રજુ સમાન છે. સ્વલ્પ ધન હોવા છતાં પણ સંતોષ, કષ્ટમાં પણ શાંતિ આયુષ્યના અંત સમયે પણ ધીરપણુંએ મહાત્માઓનો સ્વભાવ જ છે.”
આ પ્રમાણેની ગુરુભગવંતની દેશના સાંભળીને સંવર બોલ્યો કે, “હે ભગવંત ! મને
Page #182
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો પલ્લવઃ
૧૬૩
આ ભવમાં અત્યંત દુઃખ પડ્યું છે.” મુનિએ કહ્યું કે−‘હે વત્સ ! બીજી ગતિના દુઃખોની તુલનામાં મનુષ્યભવનું તારું આ દુઃખ અલ્પ માત્ર છે. આ જીવે પૂર્વે નરકગતિમાં અનંતીવાર જે - દુ:ખો સહન કર્યો છે તે હું તને લેશ માત્ર કહું છું. તે સાવધ થઈને સાંભળ. નરકમાં નારકીના જીવોના તલ તલ જેવા ટુકડા કરવામાં આવે છે. તે જીવો વજ્રમય મુગરથી કૂટાય છે, અગ્નિવર્ડ કુંભીમાં નાખીને પકાવાય છે, તીક્ષ્ણ શસ્રવડે તેમના ટૂકડા કરવામાં આવે છે, કરવતથી વિદા૨ાય છે, કોલ અને શ્વાન વડે ખવડાવાય છે, મોટા યંત્રમાં નાખીને પીલવામાં આવે છે, તપાવેલું સીસું પીવડાવાય છે, લોઢાના વાહનમાં જોડવામાં આવે છે, શીલા ઉપર પછાડાય છે, અગ્નિના કુંડમાં નાખવામાં આવે છે, તપાવેલી ધૂળમાં સૂવડાવાય છે. આ પ્રમાણેની પરમાધામીકૃત વેદનાઓ છે. તદુપરાંત ક્ષેત્રસ્વભાવથી થતી અને અન્યોન્યથી કરાતી પીડા પણ અસહ્ય હોય છે. ગાઢમત્સરવાળા નારકીઓ મહાદુ:ખ ભોગવે છે. જ્વર, ઉષ્ણ, દાહ, ભય, શોક, તૃષ્ણા, ખણજ, બુભુક્ષા, પરવશતા અને શીત–આ દશ પ્રકારની ક્ષેત્રવેદના તો ત્યાં નિત્ય હોય છે.
હવે તિર્યંચગતિની પીડા સાંભળ—તિર્યંચો અંકુશ, ચાબકા, લાકડીઓ, વધ, બંધન, ક્ષુધા, તૃષા, ઠંડી, તડકો વગેરેથી થતી અનેક પ્રકારની વેદના ભોગવે છે. જેઓ પૂર્વભવમાં ધર્મના નિયમવાળા હોય છે તેઓ પ્રાયે આવી વેદના પામતા નથી.''
આ પ્રમાણેની ગુરુભગવંતની દેશના સાંભળીને તેમજ સંસારમાં પારાવાર દુઃખો જાણીને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેણે ગુરુભગવંત પાસે ચારિત્ર ગ્રહણ કર્યું અને તલવારની ધાર સમાન તીવ્રપણે વ્રતોને પાળવા લાગ્યો. ગુરુમહારાજની શિક્ષાને મસ્તકપર ધારણ કરતા સંવરમુનિ અનુક્રમે ગીતાર્થ થયા. તેમણે અનેક પ્રકારના તપ કર્યા, મુનિની બાર પ્રતિમાઓ વહન કરી, અનુક્રમે જિનકલ્પ સ્વીકાર્યો. છ માસ પર્યંત તપ કર્યો. એક વખત તે અરણ્યમાં મેરુપર્વતની જેમ સ્થિર થઈને કાર્યોત્સર્ગધ્યાને ઊભા હતા. તે વખતે ઇંદ્ર દેવલોકમાં તેમની સ્થિરતાની પ્રશંસા કરી. તે સાંભળીને શંકા કરતા કોઈક મિથ્યાદૃષ્ટિ દેવે કહ્યું કે—“હું હમણાં જ ત્યાં જઈને તુરત જ તે મુનિને ચલાયમાન કરું. મનુષ્યમાં એવી સ્થિરતા ક્યાંથી હોય ? કે જેથી દેવ પણ ચલિત ન કરી શકે.’’
આ પ્રમાણે કહીને તે દેવ જ્યાં મુનિ હતાં ત્યાં આવ્યો અને તેણે દેવમાયાવડે એક સાર્થ વિકુર્યો. તેમજ સર્વત્ર ગ્રીષ્મઋતુ વિસ્તારી. સૂર્યના કિરણો પણ તીવ્ર કર્યા કે જેથી તૃષા વધે અને રસ નાશ પામે. આવી કલિકાળ જેવી ગ્રીષ્મઋતુથી જળની વલ્લભતા વૃદ્ધિ પામી. મુનિની પાસે સાર્થવાહ પોતાના પરિવાર સાથે રહેલો છે. દેવે માયાવડે મુનિના દેહમાં ક્ષુધા અને તૃષાની પીડા વધારી દીધી. સાર્થવાહે મુનિની પાસે જળ અને કરંબો વગેરે અન્ન ધર્યું અને તે વહોરવા પ્રાર્થના કરી, પણ મુનિ છ માસી તપવાળા હોવાથી તેમણે કંઈપણ ગ્રહણ કર્યું નહીં. અર્ધીરાત્રે દેવે માયાવડે તડકો વિકુર્તીને કહ્યું કે—મારી ઉપર દયા કરીને કાઉસગ્ગ પારો, મારી પાસે સર્વપ્રકારનું પ્રાસુક અન્ન છે અને તમે પ્રસંગોપાત અતિથિ મળી ગયા છો.' મુનિએ વિચાર્યું કે– ‘અત્યારે હજુ રાત્રી હોવા છતાં આ તડકો ક્યાંથી ? જરૂર જણાય છે કે કોઈ દેવે માયાવડે આ
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય તડકો વિદુર્યો છે. તેથી કાયોત્સર્ગની મર્યાદા પૂરી થયા વિના હું કાઉસગ્ગ પારીશ નહીં.” આ પ્રમાણે વિચારીને મુનિ તો ચારે આહારના ત્યાગી હોવાથી કાયોત્સર્ગમાં જ સ્થિર રહ્યા. પછી દેવે વાઘ અને સર્પ વગેરે વિકર્વીને અનેક પ્રકારના પ્રતિકૂળ ઉપસર્ગો કર્યા. તે ઉપસર્ગોથી પણ જયારે મુનિ યત્કિંચિત્ પણ ચલાયમાન થયા નહીં, ત્યારે દેવતા પોતાની મેળે જ અનુકૂળ, પ્રસન્ન મનવાળો અને હર્ષિત થઈને બોલ્યો કે-“હે પ્રભુ ! ઈંદ્ર આપની જેવી પ્રશંસા કરી તેવા જ આપ છો. એટલું જ નહીં પણ તેથી અધિક છો. હે મહામુનિ ! મેં આપની પરીક્ષા કરતાં આપને જે કંઈ કષ્ટ આપ્યું છે તે માટે મને ક્ષમા કરશો. શું આખા જગતના પ્રબળ પવનવડે પણ મેરુપર્વતના શિખર ચલિત થાય છે? નથી થતા.”
આ પ્રમાણે સ્તવના કરી, નમીને તથા પુષ્પવૃષ્ટિ કરી દેવ સ્વસ્થાને ગયો. છ માસને અંતે સંવરમુનિએ છમાસી તપનું પારણું કર્યું. ઉગ્ર તપવડે તેમને અણિમા વગેરે અનેક પ્રકારની લબ્ધિઓ ઉત્પન્ન થઈ. એ પ્રમાણે ચિરકાળ પર્યંત તીવ્ર તપ તપી સર્વકર્મ ખપાવી પ્રાંતે પંદર દિવસની સંલેખના કરી મરણ પામીને સંવરમુનિ સાતમા દેવલોકમાં ઈન્દ્રના સામાનિક દેવ થયા.
સત્તર સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને દેવલોકથી અવીને વૈતાઢ્ય પર્વત ઉપર દક્ષિણશ્રેણિમાં ક્ષેમંકરા નગરમાં રત્નચૂડ નામના રાજાની મદનવલ્લિકા નામની રાણીની કુક્ષિમાં અવતર્યા. યોગ્ય સમયે તેનો જન્મ થયો. તેનું રણચૂડ નામ રાખવામાં આવ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતા તે પણ વિદ્યાધર થયો. એક દિવસ આકાશમાર્ગે જતાં રત્નચૂડે વણારસી નગરમાં એક અત્યંત રૂપવાળી કોઈ યુવતિને જોઈ. તેની ઉપર રાગ ઉત્પન્ન થવાંથી તેનું અપહરણ કરીને તે તેને પોતાને સ્થાને લઈ ગયો અને વિષયાસક્ત ચિત્તથી તેને પોતાની પ્રિયતમા કરી. કામની તીવ્ર અભિલાષાવડે તેનું અત્યંત સેવન કરવાથી કેટલેક કાળે તેનું શરીર રોગગ્રસ્ત બન્યું. રાજલક્ષ્માદિ અનેક રોગો તેના શરીરમાં ઉત્પન્ન થયા. “અતિસંભોગથી અનેક પ્રકારની રોગોત્પતિ શરીરમાં થાય છે એ ચોક્કસ હકીકત છે.'
અત્યંતમૈથનસેવનથી કંપ, દ, શ્રમ,મૂચ્છ, ભમી, ગ્લાનિ, બળક્ષય, રાજક્ષયાદિ રોગો ઉત્પન્ન થાય છે. “રાજા, અગ્નિ, ગુરુ અને સ્ત્રી અત્યંત નજીક હોવાથી વિનાશ માટે થાય છે અને દૂર હોવાથી ફળ આપનાર થતા નથી, તેથી તે ચારે મધ્યમ ભાવે જ સેવવા યોગ્ય છે.” આજ કારણથી બુદ્ધિમાનોને શુભ સમતારૂપ સ્ત્રીની સેવા જ લાભકારી કહેલી છે. વિચક્ષણ પુરુષો પણ અત્યંત સ્ત્રીસેવનાને ક્ષય માટે જ કહે છે. અહીં રણચૂડ રોગાર્ટ થવાથી આર્તધ્યાનવડે મરણ પામીને વિંધ્યાચળની નજીકની ભૂમિમાં મદોન્મત હસ્તી થયો. કહ્યું છે કે-“મનુષ્ય આર્તધ્યાનથી તિર્યંચગતિ, રૌદ્રધ્યાનથી નરકગતિ, ધર્મધ્યાનથી દેવગતિ અને શુક્લધ્યાનથી સિદ્ધિગતિને પામે છે.”
તે હાથી પ્રચંડ શુંડાદંડવડે ઉગ્ર, દીર્ઘ દાંતો વડે દુર્દીત, વનના પ્રાણીઓને દુસહ, મહાબળવાનું અને દુઃખે જોવા યોગ્ય હતો. અનુક્રમે વૃદ્ધિ પામતો તે હાથી જાણે બીજો વિંધ્યાચળ હોય તેવો દેખાવા લાગ્યો. તેમજ ઐરાવણ હસ્તી જેવો ઘણો ઊંચો તેમજ શોભાયમાન થયો.
રણચૂડની સ્ત્રી વૈધવ્યપણાના દુઃખથી પીડિત થતી ભરના વિયોગથી વિધુર બનેલી
Page #184
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો પલ્લવઃ
૧૬૫
અત્યંત દુઃખિત થઈ ગઈ. ‘દાન વિનાની વિભૂતિ (સંપદા), સત્ય વિનાની સરસ્વતી, વિનય વિનાની વિદ્યા અને પતિ વિનાની સ્ત્રી શોભતી નથી. માન, દર્પ, અહંકાર, બંધુવર્ગમાં પૂજા અને પુત્રોમાં તેમજ સેવકોમાં આજ્ઞા આ સર્વ વૈધવ્યપ્રાપ્ત થવાથી નાશ પામે છે. આ પ્રમાણે દુઃખાર્દિત એવી તે મરણ પામીને વિંધ્યાચળના સમીપ ભાગમાં જ્યાં તેનો પતિ હાથી રૂપ થયેલો છે ત્યાં જ હાથણી તરીકે ઉત્પન્ન થઈ. તેને જોઈને કામવિહ્વળ થયેલો રણચૂડ હસ્તી તેની પાછળ દોડ્યો. પૂર્વભવનો મોહ દીર્ઘકાળે પણ છોડતો નથી મોહની ગતિ જ એવી હોય છે.' કહ્યું છે કે—‘ગિરીશ એટલે કે શિવ તે અર્ધાંગે પાર્વતીને ધારણ કરતા હતા, વિષ્ણુ નિરંતર શસ્રશ્રેણિને ધારણ કરતા હતા, બ્રહ્મા નિરંતર અક્ષસૂત્ર (માળા)ને ધારણ કરતા હતા અને સહસ્રાક્ષ એટલે કે ઇન્દ્ર તે ઇંદ્રાણીના પાદપ્રહારને સહન કરતા હતા. આ બધું મોહનું વિભિતપણું છે. આવા મહાપુરુષો પણ જ્યારે તેને તાબે થયા છે, તો પછી બીજા સામાન્ય જનોની તો વાત જ શી કરવી ?
હવે હાથી-હાથણીની સાથે સ્વેચ્છાએ વનમાં રમતો અને રેવા નદીના ઊંચા જળતરંગોમાં જળક્રીડા કરે છે. એક વખત તે વનમાં કોઈ જ્ઞાની મુનિ પધાર્યા તેમને જોઈને ક્રોધ ઉત્પન્ન થવાથી હાથી તેની સામે ઉતાવળો દોડ્યો. પરંતુ મુનિએ તપની લબ્ધિથી તેને શાંત કરી દીધો, તેથી તેણે શાંત થઈને હાથણી સહિત મુનિરાજને નમસ્કાર કર્યા. મુનિરાજે તેનો પૂર્વભવ કહીને તેને પ્રતિબોધ પમાડ્યો. તે પણ જાતિસ્મરણ થવાથી હાથણી સહિત સમકિત પામ્યો. તે દિવસથી તેણે સચિત્તનો ત્યાગ કર્યો તે વખતે તૃણ, કાષ્ટ, પત્ર, પુષ્પ ફળ વગેરે જે સચિત્ત હોય તે વર્જીને અચિત્તને જ ભોગવવા લાગ્યો. વળી દયાયુક્ત ચિત્તે ઇર્યાસમિતિના પાલનપૂર્વક ગમનાગમન ક૨વા લાગ્યો. તેમજ શાંતાત્મા એવો તે પૂર્વજન્મની જેમ દુઃસહ તપ કરવા લાગ્યો. મુનિરાજના વાક્યથી પ્રતિબોધ પામેલા તેણે હાથણીનો સંગ પણ તજી દીધો અને પુણ્યકાર્ય જ કરવા લાગ્યો.
તે વનમાં પૂર્વે મલયદેવીએ શ્રીયુગાદીશ પ્રભુનો તોરણ સહિત એક સુંદર અને આનંદ ઉત્પન્ન કરનારો પ્રાસાદ પોતાને જિનાર્ચા કરવા માટે કરાવ્યો હતો. તે જિનપ્રાસાદ પાસે તે હાથી હાથણી સહિત જિનવંદન માટે દ૨૨ોજ જવા લાગ્યો. એ પ્રમાણે આનંદથી કાળ નિર્ગમન કરતા, એક દિવસ તે વનમાં દાવાગ્નિ લાગ્યો, તેથી પૂર્વે બનાવેલા સ્થંડિલ તરફ તે હાથી દાવાનળથી ભય પામીને દોડ્યો, પરંતુ વનના પ્રાણીઓથી બધા સ્પંડિલો ભરાઈ જવાને કારણે પાંચમા સ્થંડિલમાં તે હાથી હાથણી સહિત ઊભો રહ્યો. મારા ભયથી આ બીજા નાના જીવો દાવાનળમાં ન જાઓ.' એમ વિચારીને તે શાંતપણે શરીરને સંકોચીને રહ્યો. પવને પ્રેરેલી દાવાનળની જ્વાળા ત્યાં પણ આવી, તેથી ખૂણા પર રહેલી હાથણી તે દાવાનળથી દાઝીને બળી ગઈ. હાથી તેના પરના મોહથી પાણી લાવી. લાવીને તેને સિંચવા લાગ્યો, એમ જવા આવવાથી દાવાગ્નિવડે તે હાથી પણ બળી ગયો. તે બન્ને અનશન કરી ધર્મધ્યાનમાં તત્પર થઈ નમસ્કારમહામંત્રનું સ્મરણ કરતા કરતાં મરણ પામીને સૌધર્મ દેવલોકમાં દેવ થયા. સ્વર્ગમાંથી ચ્યવીને, હે રાજન્ ! તમે પુરુષોત્તમ રાજા થયા અને હાથણીનો જીવ તમારી કમલશ્રી નામે રાણી થઈ. પૂર્વે વિદ્યાધરના ભવમાં મોહથી તમે પરનારીનું હરણ કર્યું હતું તેથી તમે તે સ્ત્રી સહિત તિર્યંચપણું પામ્યા. તપ અને દયાદિક ધર્મકૃત્ય તમે જે પૂર્વભવમાં કર્યાં હતા તેથી બાંધેલા
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૬
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય શુભકર્મના ઉદયથી તમે રાણી સહિત રાજયાદિક સુખને પામ્યા.”
રાજાએ પૂર્વે જાતિસ્મરણથી પૂર્વભવ જાણ્યો હતો. ગુરુ મહારાજના વાક્યથી તે વિશેષ પ્રકારે જાણ્યો અને તેમનું કહેલું સર્વ સત્ય માન્યું. પછી પુણ્યકાર્યનું ફળ વિશેષથી જાણવા માટે રાજાએ “દાન, શીલ, તપ, ભાવ–આ ચાર પ્રકારના ધર્મમાં ક્યા ધર્મના આરાધનનું ફળ વિશેષ છે? એમ પૂછ્યું.
ગુરુભગવંતે કહ્યું કે-“હે નૃપ ! ચારે પ્રકારનો ધર્મ આરાધવાથી વિવિધ પ્રકારના ફળને આપે છે, પરંતુ તે દરેક ભાવસંયુક્ત હોવું જોઈએ. દાન દારિદ્રના નાશ માટે થાય છે, શીલ દુર્ગતિનો નાશ કરે છે, તપ નિકાચિત કર્મોનો વિનાશ કરે છે અને ભાવના તો સંસારનો નાશ કરે છે. દાન, તપ, દેવપૂજા, દાક્ષિણ્ય, દક્ષતા, દમ, શીલ અને વિવેક-ઈત્યાદિને પંડિત પુરુષો ધર્મના અંગ કહે છે. જેમ પંચેન્દ્રિય પ્રાણી સર્વ અંગોપાંગવડે શોભે છે તેમ જિનોક્ત ધર્મ પણ તેના ઉપર કહ્યા તે અંગોવડે શોભે છે. શ્રીજિનેશ્વરકથિત ધર્મ કલ્યાણરૂપી વલ્લીના કંદતુલ્ય છે. ' સર્વ સુખની પ્રાપ્તિમાં કલ્પવૃક્ષ તુલ્ય છે, દારિદ્રરૂપી ઉદીપ્ત દાવાનળને શમાવવામાં વર્ષાતુલ્ય છે, સંસારના વ્યાધિઓનો નાશ કરવા વૈદ્ય સમાન છે, કલ્યાણરૂપી લક્ષ્મીને વશ કરવાના મંત્રતુલ્ય છે, તે મલિન ભાવ વિનાનો છે અને ભયંકર એવા સંસાર સમુદ્રથી તારવા પ્રવાહણતુલ્ય છે, માટે ધર્મ નિરંતર સેવન કરવા યોગ્ય છે. પૂર્વે જેમ બુદ્ધિમાનું પુણ્યસારે ધર્મનું આરાધન કરીને પુણ્યનું ઉપાર્જન કર્યું હતું, તેમ તેની કથા સાંભળીને અન્ય જીવોએ પણ પુણ્ય ઉપાર્જન કરવું. તે કથા આ પ્રમાણે :
| પુણ્યસારની કથા | * લક્ષ્મીની સંકેતભૂમિ જેવી સાકેતપુરી નામે નગરી હતી. ત્યાં નામથી અને તેજથી ભાનુપ્રભ નામે રાજા હતો. તે નગરમાં પરિમિત ધનવાળો ધનમિત્ર નામે શ્રેષ્ઠી વસતો હતો. તેને ગુણવડે તેના જેવી ધનશ્રી નામની શ્રેષ્ઠ પ્રિયા હતી. એક વખત તેણે રાત્રી શેષ રહી હતી તે સમયે અનેક પ્રકારના રત્નોથી ભરેલા સુવર્ણના કુંભને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો. તરત જ તે જાગી અને પોતાની શયામાંથી ઉઠી, પતિ પાસે જઈ તે સ્વપ્ન નિવેદન કર્યું. ધનમિત્રે કહ્યું કે- હે પ્રિયા ! તને ભાગ્યશાળી એવો પુત્ર થશે.' એમ કહીને હર્ષથી તેને અભિનંદન આપ્યું. અનુક્રમે ગર્ભસ્થિતિ પૂર્ણ થયે પુત્રનો જન્મ થયો. શ્રેષ્ઠીને પુત્ર પ્રાપ્તિની વધામણીથી ઘણો આનંદ થયો. સ્વપ્નને અનુસાર તે પુત્ર ઘણો ભાગ્યશાળી થશે એમ જાણી શ્રેષ્ઠીએ તે પુત્રનું પુણ્યસાર નામ પાડ્યું. સરોવરમાં હંસ જેમ એક કમળથી બીજા કમળ ઉપર જાય તેમ જુદા જુદા (વ્યક્તિના) હાથમાં રમતો તે વૃદ્ધિ પામ્યો. ધનમિત્ર શ્રેષ્ઠીને તે પુત્રના જન્મદિવસથી દરરોજ નવા નવા લાભ પ્રાપ્ત થવા લાગ્યા. “અત્યંત ભાગ્યશાળીના આવાગમનથી શું શું લાભની પ્રાપ્તિ ન થાય?”
પુણ્યસારે ઉચિતકાળે કળાગુરુ પાસેથી અનેક કળાઓ ગ્રહણ કરી. યૌવન સન્મુખ ” થવાથી તેના રૂપલાવણ્ય પણ વૃદ્ધિ પામ્યા. પૂર્ણ યૌવન પામવાથી પિતાએ રૂપાદિ ગુણ વડે વિખ્યાત એવી કોઈ શ્રેષ્ઠીની ધન્યા નામની પુત્રીને મોટા મહોત્સવ સાથે પરણાવી. કહ્યું છે કે
Page #186
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો પલ્લવ
૧૬૭ ભત્તરને અનુકૂળ, કલહરહિત, પ્રિય બોલનારી, નિર્મળશીલવડે મનોહર, સ્વરૂપ અને સૌંદર્યવડે જીતી છે અપ્સરાને જેણે એવી ઉત્તમ સ્ત્રી પુણ્યવાનના ઘરે જ હોય છે.” • એક રાત્રીએ પુણ્યસાર પોતાના ઘરમાં સુખે સૂતેલો હતો તેટલામાં લક્ષ્મીએ આવીને તેને કહ્યું કે- હું તારે ઘરે આવવા ઇચ્છું છું.' પ્રભાતકાળે તેણે જાગીને જોયું તો પોતાના ઘરમાં ચાર ખૂણે ચાર અદ્ભુત એવા સુવર્ણ કળશો દેખાયા. તે જોઈને તેણે વિચાર્યું કે–“રાત્રીએ મને લક્ષ્મીએ કહ્યું હતું તે તેણે સત્ય કર્યું જણાય છે. પરંતુ આ વાત દુર્જનો પાસેથી રાજા સાંભળે તો કોઈક સમયે ક્રોધિત થાય, માટે હું જ તેની પાસે જઈને આ હકીકત નિવેદન કરું.” આ પ્રમાણે વિચારીને તેણે રાજા પાસે જઈ તે હકીકત નિવેદન કરી અને તે સુવર્ણ કળશ પોતાના માણસ પાસે મંગાવીને રાજાને બતાવ્યા. રાજા તે જોઈને વિસ્મય પામ્યો અને પોતાના રાજભંડારમાં તે કળશો મૂકાવ્યા. બીજે દિવસે પણ તે જ પ્રમાણે સુવર્ણ કળશો જોઈ પુણ્યસારે રાજાને નિવેદન કર્યું. તે કળશો પણ મંગાવીને રાજાએ પોતાના ભંડારમાં મૂકાવ્યા. ત્રીજે દિવસે પણ તે જ રીતે સુવર્ણ કુંભો જોઈને તેણે રાજા પાસે આવીને તે હકીકત નિવેદન કરી. તેથી રાજાએ તે કુંભ મંગાવવાનું કહ્યું. તે વખતે મંત્રી બોલ્યો કે-“સ્વામિન્ ! પ્રથમ બે દિવસના મૂકાવેલા આઠ સુવર્ણ કુંભોની તો તપાસ કરો.” રાજાએ ભંડારી પાસે તાપસ કરાવી તો ભંડારમાં તે કુંભો જોયા નહીં, તેથી રાજાએ કહ્યું કેપુણ્યસાર ! તું જ ખરો પુણ્યનો સાર છે કે જેથી તારે ઘરે લક્ષ્મી અભિસારિકાની જેમ સ્વયમેવ આવીને રહેવા ચાહે છે. તેમ ન હોય તો લોભના વશથી મારા અહીં મંગાવેલા આઠ કળશો પાછા તારે ઘરે કેમ જતા રહે ?” આ પ્રમાણે કહીને અતિ વિસ્મયપણાને પામેલા રાજાએ તેનો ઘણો સત્કાર કરીને નગરશેઠ તરીકે સ્થાપિત કર્યો. પછી વસ્ત્રાલંકારાદિવડે તેનું વિશેષ સન્માન કરીને રાજાએ પોતાના પ્રધાન પુરુષોની સાથે તેને ઘરે વિદાય કર્યો. * પુણ્યસાર પણ પોતાને ઘરે ગયા પછી અનેક નગરજનોથી સેવાતો દાનાદિકમાં તત્પર થઈને પોતાને પ્રાપ્ત થયેલી કમલા લક્ષ્મીને સફળ કરવા લાગ્યો. એક દિવસ સુનંદ નામના
શ્રુતકેવળી મુનિ ભગવંત અનેક મુનિઓ સહિત તે નગરના ઉદ્યાનમાં સમવસર્યા. નગરલોકોથી - પરિવરેલો રાજા તેમને વંદન કરવા ઉદ્યાનમાં આવ્યો. પુણ્યસાર પણ માતાપિતા તથા પત્ની
સહિત ગુરુવંદન માટે આવ્યો. સર્વે લોકો ગુરુમહારાજના અદ્વિતીય એવા ચરણ ઢંઢને વાંદીને તેમની પાસે બેઠા તેથી તે મુનિરાજોના અગ્રણી આચાર્યે દેશનાનો આરંભ કરતાં કહ્યું કે-“હે ભવ્યજનો ! જેના હૃદયમાં સર્વજ્ઞ છે, જેની વાણીમાં તેમના ગુણની સ્તવના છે, જેના દેહમાં શ્રાવકના વ્રતો છે, જે ધર્મારાધનમાં તત્પર છે, જેને બોધ પરિણમેલો છે, બુધજનોની જે પ્રશંસા કરે છે, મુનિરાજ પર જેને પ્રીતિ છે. બુધજનમાં બંધુભાવ છે અને જૈનશાસનમાં રતિ છે–આ પ્રમાણેનો લોકોના મનનું રંજન કરનારો ગુણસમુદાય જેનામાં વર્તે છે તેને જ ખરો પુણ્યવાનું શ્રાવક જાણવો.”
આ પ્રમાણેની ધર્મદેશના સાંભળીને બુદ્ધિમાનું એવા ધનંમિત્રે ગુરુભગવંતને પૂછ્યું કે“હે પ્રભુ ! મારા પુત્ર પુણ્યસારે પૂર્વભવમાં શું શું સુકૃત કરેલું છે? કે જેથી ઘરની દાસીની
જેમ લક્ષ્મી તેના ઘરમાં આવીને વસે છે. વળી તેને સૌભાગ્ય, આરોગ્ય અને રાજમાન્યપણું - તેમજ જનમાન્યપણું સાથી પ્રાપ્ત થયું છે ?
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૮
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય
| પુણ્યસારનો પૂર્વભવ'. આચાર્ય ભગવંતે કહ્યું કે-“પૂર્વે આજ નગરમાં એક ધનદ નામનો શ્રેષ્ઠીપુત્ર હતો. તે સ્વભાવે જ કૃતજ્ઞ તેમજ ત્યાગ (દાન) વડે સુંદર હતો. તેણે સદ્ગુરુના સંયોગે દેશવિરતિ અંગીકાર કરી, તેમાં પાંચ ઉદંબરાદિક અભક્ષ્યોનો ત્યાગ કર્યો તેમજ સાતક્ષેત્રમાં પોતાનું દ્રવ્ય વાપરવા તેમજ વાવવા લાગ્યો. એક દિવસ તેણે ગુરુભગવંત પાસે ચારિત્ર પણ અંગીકાર કર્યું. પછી સિદ્ધાંતનું પઠન, વિનય, તપ અને ક્ષમા વગેરે સદ્ગુણોથી સમ્યફ પ્રકારે વિભૂષિત થઈને સારી રીતે ગ્રામયનું પ્રતિપાલન કર્યું. પ્રાંતે અનશન કરી સમાધિપૂર્વક મરણ પામી ત્રીજા દેવલોકમાં ઈન્દ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થયો.
ત્રીજા દેવલોકમાં અદ્દભુત એવા દિવ્ય ભોગને ભોગવીને આયુક્ષયે ત્યાંથી ચ્યવી તમારા પુત્ર પુણ્યસારરૂપે ઉત્પન્ન થયો છે.” તે વખતે જાતિસ્મરણ થવાથી પોતાના પૂર્વના બે ભવ જોઈ હર્ષ પામીને પુણ્યસારે હાથ જોડી ગુરુમહારાજને કહ્યું કે-“હે મુનીશ્વર ! મને જાતિસ્મરણ જ્ઞાન થવાથી આપે કહ્યા પ્રમાણે સર્વ જોયું છે. આપે કહ્યું તે સત્ય છે, તેથી હું હવે પૂર્વે કરેલા સત્કાર્યમાં જ પ્રવૃત્ત થવા ઇચ્છું છું.” આ પ્રમાણે કહીને તેણે રાજા, માતાપિતા તથા સ્ત્રી સહિત ગુરુમહારાજ પાસે દેશવિરતિ અંગીકાર કરી. પછી ગુરુમહારાજને નમીને સર્વ સ્વસ્થાનકે ગયા. ધનમિત્ર શ્રેષ્ઠી ત્યારથી દેવપૂજાદિ કાર્યમાં વિશેષ તત્પર થયો અને સારી રીતે શ્રાદ્ધધર્મ પાળવા લાગ્યો.
એકવખત ધન્યાની કુક્ષિથી ઉત્પન્ન થયેલ પુત્રને પોતાને સ્થાને સ્થાપન કરીને પુણ્યસારે માતાપિતાની સાથે સુનંદ ગુરુની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. પછી ચિરકાળ તીવ્ર મુનિપણું પાળીને અનશનપૂર્વક મરણ પામીને દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવી મનુષ્યપણું પામી અનુક્રમે મોક્ષસુખને પ્રાપ્ત કરશે.
જે પુણ્ય નિર્મળ કુળમાં ઉત્પન્ન થયો, મનોહરરૂપ પામ્યો, પ્રશંસનીય જાતિ પામ્યો, ઉદયવતી લક્ષ્મી પામ્યો, આચારવડે શુદ્ધ બુદ્ધિ પામ્યો, યોગ્ય પુત્રો થયા, લાયક સ્ત્રી મળી અને મૃત્યુ પામ્યા પછી દેવની સમૃદ્ધિ મળી–એવા પુણ્યને ઉત્પન્ન કરનાર સત્કાર્યો જો ફરી ફરી કરવામાં ન આવે તો પછી કૃતજ્ઞપણું કેમ કહેવાય ?” આ પ્રમાણે પુરુષોત્તમ રાજાએ ધર્મનું માહાસ્ય સાંભળીને બે સ્ત્રીઓ સહિત શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. પુનઃ ગુરુમહારાજે કહ્યુ–“હે ભૂપ ! જે પ્રાણીઓ મહામોહને વશ થાય છે તે સંસારરૂપી મહાકૂપમાંથી નીકળવા શક્તિમાન્ થતા નથી. મોહથી આ સ્ત્રી, પુત્ર, પુત્રી, ઘર અને ધન વગેરે મારાં છે એમ જે માને છે તે ધનપ્રિય નામના વણિકની જેમ એકેન્દ્રિયપણાને પામે છે. તે કથા આ પ્રમાણે :
ધનપ્રિયવણિકની કથા *કુશાર્ત નામના દેશમાં શૌર્યપુર નામના નગરમાં ધનપ્રિય નામનો વણિક રહેતો હતો. તેને ધનશ્રી નામે સ્ત્રી હતી. તે સંતાનની પ્રાપ્તિ માટે અનેક દેવોની પૂજા કરતો હતો. એક દિવસ તુષ્ટમાન થયેલા જંબૂદેવના પ્રભાવથી તેને પુત્ર થયો, પણ તે સર્પના રૂપવાળો થયો. તેથી ધનપ્રિયે પુનઃ તેની આરાધના કરીને પૂછયું કે–“આ પુત્ર સર્પરૂપે કેમ થયો છે?” દેવે કહ્યું કે તેનું કારણ
Page #188
--------------------------------------------------------------------------
________________
છો પલ્લવઃ
૧૬૯ સાંભળ–પૂર્વભવે ધનશ્રીએ પોતાની શોક્યના રત્નો હરી લીધાં હતાં, તે વીશ પ્રહર પછી તેને પાછાં આપ્યાં હતાં. તે શોક્ય મરણ પામીને વ્યંતરી થઈ છે, તેણે પૂર્વભવના રત્નાપહારના વૈરથી તમારા પુત્રને સર્પાકૃતિ કર્યો છે. તે વિશ વર્ષને અંતે મનુષ્યરૂપે થશે.” આ પ્રમાણે સાંભળી એક કરંડીઆમાં તે સર્પને રાખી સ્ત્રી અને ભર્તાર સાકર યુક્ત દૂધ પીવડાવવા પૂર્વક તેનું પ્રતિપાલન કરવા લાગ્યા. પિતાએ તેનું જંબૂદત એવું નામ રાખ્યું. વિશ વર્ષને અંતે તે મનુષ્યરૂપે થયો.
જંબૂદત્તને તેના પિતાએ નાગરશ્રી નામની કન્યા પરણાવી. તેનાથી જંબૂદત્તને અનુક્રમે ચાર પુત્રો થયા. તે ચારે પુત્રોને મોટા શ્રેષ્ઠીઓની પુત્રી સાથે પરણાવ્યા. તેમને પણ ઘણા પુત્ર પુત્રીઓ થયા. એ રીતે ધનપ્રિય વૃક્ષની જેમ સારી રીતે વૃદ્ધિ પામ્યો. ધનપ્રિય વિના તેના ઘરમાં બીજા બધા જૈનધર્મી હતા અને ધર્મનું સારી રીતે આરાધન કરતા હતા. જેબૂદત્તે યોગ્ય સમયે ભાયંસહિત ચારિત્ર અંગીકાર કર્યું અને તે શિવસુખનું ભાજન થયો. બીજા બધા પણ અનુક્રમે સત્કાર્યો કરીને સ્વર્ગે ગયા. તે બધાના વિરહદુઃખથી પીડિત થતો ધનપ્રિય વિયોગપીડારૂપ મહાસમુદ્રમાં પડ્યો. મહામોહવડે વિમૂઢ આત્માવાળો અને ચિત્તમાં અત્યંત સંતાપ કરનારો એ ધનપ્રિય ધર્મનું મહાભ્ય નહીં જાણતો હોવાથી હૃદયમાં શોકશંકુથી પીડિત થયો.
“અરે મારા પુત્રો ! મારી સ્ત્રી ! મારી લક્ષ્મી ! મારું ઘર ! આ બધું ક્યાં ગયું? શું થયું?” આવા આર્તધ્યાનથી મૃત્યુ પામીને તે એકેન્દ્રિયમાં ગયો.
એકેન્દ્રિયમાં જવાથી ધનપ્રિય મહામોહવડે અનંતકાળ પર્યત ભવરૂપી આવર્તમાં ભમશે. તેથી ઉત્તમપુરુષોએ આ સંસારમાં તીવ્ર મોહ કરવો નહીં.” ( આ પ્રમાણે સાંભળીને પુરુષોત્તમ રાજા સંવેગરંગને ધારણ કરીને ગુરુમહારાજને નમીને પોતાને સ્થાને આવ્યો અને પોતાનું રાજ્ય કેટલીક હિતશિક્ષાપૂર્વક બે પુત્રોને આપ્યું. ત્યારબાદ સંતુષ્ટ બુદ્ધિવાળો તે રાજા મંત્રીઓને જણાવીને સંસારનો ઉચ્છેદ કરવા માટે ચારિત્ર ગ્રહણ કરવા ઉદ્યમવંત થયો. શ્રીજિનેશ્વરદેવની ધ્વજપૂજા વગેરે કરીને એટલે જિનમંદિર ઉપર નવીન ધ્વજા ચડાવીને, ગુરુમહારાજની તથા સંઘની પૂજાભક્તિ કરીને, હીન તેમજ દીનજનોને દાન આપીને તેમજ સમસ્ત પ્રજાજનને સંતોષ પમાડીને પુરુષોત્તમરાજા છ પ્રકારના (ક્રોધ-માન-માયા લોભરાગ-દ્વેષ) ભાવશત્રુને જીતવા માટે હસ્તી પર આરૂઢ થઈને ગુરુમહારાજની પાસે આવ્યો. ત્યાં બન્ને પ્રકારની શિક્ષાપૂર્વક ચારિત્ર ગ્રહણ કરીને તે તીવ્રતપ કરવા લાગ્યા.
શ્રીષેણ અને હરિષેણ નામના તેમના બન્ને પુત્રો રાજ્ય સંબંધી પિતાના સ્થાનને પામીને તેનું સારી રીતે પ્રતિપાલન કરવા લાગ્યા. પુરુષોત્તમ રાજર્ષિ એક લાખ વર્ષનું આયુ પૂર્ણ કરી પ્રાંતે કેવળજ્ઞાન પામીને શાંતિનાથ અને કુંથુનાથના અંતરમાં મોક્ષસુખ પામ્યા.
વીરપરમાત્મા કહે છે કે-“હે ભવ્યો ! જેમ તપધર્મના આરાધનાથી પુરુષોત્તમરાજા મહાઋદ્ધિનું ભાજન થયો તેમ અન્ય જીવો પણ અનેક પ્રકારના સુખોને પામે છે. જે દૂર હોય છે, જે દુરાસાધ્ય હોય છે, અવ્યવસ્થાવાળું હોય છે, તે સર્વ તપવડે સાધ્ય થઈ શકે છે. તપ દુરતિક્રમ છે–કોઈ તેનું અતિક્રમણ કરી શકતું નથી.”
કર્મનું ઉમૂલન કરવામાં પ્રવીણ શ્રીવીર પરમાત્મા, પોતાની પ્રતિજ્ઞામાં દઢ એવા
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૦
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય દઢપ્રહારી મુનિ, બળમાં અવિચળ અને ગ્લાધ્ય એવા બાહુબલી, મહાવ્રતધારી નંદિષેણ, ઉત્તમ શ્રાવક આનંદ અને વ્રતમાં રતિવાળી સુંદરી વગેરેએ તપવડે મહાસુખ મેળવ્યું છે અને સુરાસુરથી વંદિત થયા છે.” શ્રીજિનેશ્વર કથિત તપ કર્મરૂપી અરણ્યને બાળવા દાવાનલ સમાન છે, અભિલાષાને પૂર્ણ કરવામાં કામધેનું જેવો છે, દુષ્ટ એવા અરિષ્ટનો નાશ કરનાર છે, ગુણોને પ્રાપ્ત કરાવનાર છે, સૌભાગ્યની વૃદ્ધિ કરનાર છે, શ્રીમાનું નરેંદ્ર તેમજ દેવેંદ્રની તથા મુક્તિની પદવી પ્રાપ્ત કરાવવા સમર્થ છે, શાંત છે, કાંત છે અને અસંગતતાને પ્રાપ્ત કરાવનાર છે.”
ધન્ય એવા કેટલાક મનુષ્યો કામદેવના એક સ્થાનરૂપ મનોહર તરુણપણામાં મિત્ર, કલત્ર, પુત્ર અને વૈભવાદિકને તજીને ઉગ્ર તપને તપે છે. તપ મહામંગળકારી છે. ઇંદ્ર દ્વારા પૂજિત છે, વ્યાધિમાત્રને હરનાર છે, કર્મરૂપ વૃક્ષને બાળવામાં અગ્નિ સમાન છે. મુક્તિના અર્થી, હિતાર્થની સ્પૃહાવાળા અને મદને જીતનારા ભવ્ય જીવોએ એવો તપ નિરંતર કરવા યોગ્ય છે.
વીરપ્રભુ કહે છે કે આ રીતે મેં ધર્મ રૂપ કલ્પવૃક્ષની તરૂપ ત્રીજી શાખાનું વર્ણન કર્યું. તે શુભકારી શાખા ઉત્તમ જનોને નિરંતર સેવન કરવા યોગ્ય છે.
આ પ્રમાણે શ્રી વીરપરમાત્માની દેશનામાં ધર્મરૂપ કલ્પવૃક્ષની ત્રીજી તપ નામની શાખા ઉપર પુરુષોત્તમ રાજાની કથારૂપ છઠ્ઠો પલ્લવ સમાપ્ત.
Page #190
--------------------------------------------------------------------------
________________
સપ્તમ પલ્લવઃ |
ધર્મ ઉત્તમ મંગળરૂપ છે, દેવમનુષ્યની ઋદ્ધિને તેમજ મુક્તિને આપનાર છે, બંધુની જેમ સ્નેહ કરનારો છે, કલ્પવૃક્ષની જેમ વાંછિતને આપનારો છે, સદ્ગુણોના સંક્રમમાં ગુરુ સમાન છે, સ્વામીની જેમ રાજય આપનાર છે, પિતાની જેમ પવિત્ર કરનાર છે અને વાત્સલ્યવાળી માતાની જેમ પોષણ કરનાર છે.'
‘જેની એક બાજુ નવનિધિ રહેલા છે, એક ખૂણામાં કલ્પવૃક્ષ રહેલ છે, સ્વર્ગના, પૃથ્વીના અને પાતાળના ઇંદ્રોની પદવી જેના એક પ્રદેશમાં રહેલી છે, જેના એક અંશમાં મહાસિદ્ધિઓ સહિત શ્રેષ્ઠ દૈવત રહેલ છે તેવા પ્રૌઢ નિધિ સમાન ધર્મને જ તમે આચરો, બીજો પ્રયાસ શામાટે કરો છો ?”
ચક્રવર્તીના ચૌદ રત્નો આ પ્રમાણે હોય છે. (૧) ચક્ર, (૨) ચર્મ, (૩) છત્ર, (૪) દંડ, (૫) કૃપાણ (તલવાર), (૬) કાકિણી અને (૭) મણિ આ સાત એકેંદ્રિય રત્નો છે અને (૧) ગજ (હાથી), (૨) અશ્વ, (૩) ગૃહપતિ, (૪) સેનાપતિ, (૫) પુરોહિત, (૬) વાઈકી અને (૭) સ્ત્રી આ સાત પંચેન્દ્રિય રત્નો છે, તેમાં બે તિર્યંચ અને પાંચ મનુષ્ય હોય છે.
| નવ નિધિનું સ્વરૂપ આ પ્રમાણે છે-બાર યોજન પહોળી અને નવ યોજન વિસ્તારવાળી મંજુષાને આકારે નવ નિધિ ગંગાને કિનારે પ્રગટ થાય છે. તેના નામ-(૧) નૈસર્પ, (૨) પાંડુક, (૩) પિંગળ, (૪) સર્વરત્નક, (૫) મહાપદ્મ, (૬) કાળ, (૭) મહાકાલ, (૮) માણવ અને (૯) સંખ્યા. તેમાંના પહેલાં નિધાનમાં સ્કંધાવાર અને પુર વગેરેનો નિવેશ છે. અર્થાત તે નિધાનના પ્રભાવથી છાવણીઓ અને નગરો વસે છે. બીજા નિધનથી સર્વ પ્રકારના ધાન્યના બીજની ઉત્પત્તિ થાય છે. ત્રીજા નિધાનમાં પુરુષો અને સ્ત્રીઓના આભરણો તથા હાથીઓ અને ઘોડાપર આરોહણની સર્વ વિધિ હોય છે. ચોથા નિધિમાંથી ચૌદ રત્નોની નિષ્પત્તિ થાય છે, પાંચમાં નિધાનમાંથી વસ્ત્રો અને રંગાદિકની ઉત્પત્તિ થાય છે. છઠ્ઠા નિધાનમાંથી ત્રણ કાળના જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. સાતમાં નિધાનમાંથી સુવર્ણ, રૂપ્ય, લોહ, મણિ, પ્રવાળાદિકની ઉત્પત્તિ થાય છે. આઠમા નિધાનમાંથી સમગ્ર યુદ્ધનીતિ, સર્વ શસ્ત્રો, સુભટોના બખ્તર વગેરેની ઉત્પત્તિ થાય છે અને નવમા નિધાનમાંથી સર્વ વાંજીત્રોના અંગો અને ચારે પ્રકારના વાદ્ય તેમજ નાટ્ય અને નાટકની વિધિ ઉત્પન્ન થાય છે. તે નવે નિધાનમાં નિધાનસમાનનામવાળા એક પલ્યોપમના આયુષ્યવાળા તેમના અધિષ્ઠાતા દેવતા વસે છે.
આ પ્રમાણે ચતુર્દશ રત્ન, નવ નિધાનનો વિચાર કહ્યો.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૨
શ્રી ધર્મલ્પદ્રુમ મહાકાવ્ય હવે ભાવધર્મનું સ્વરૂપ કહે છે-“ભાવના વૈરાગ્યરૂપી વૃક્ષની મંજરીતુલ્ય છે, કુચરિત્રરૂપ ગ્રંથીને છેદવા કાતરતુલ્ય છે, જ્ઞાનરૂપી ચંદ્રની કાંતિને વિસ્તારવા રાત્રીતુલ્ય છે, સંસારના ઉપચયરૂપ કમળનો સંકોચ કરવા ધૂમરી જેવી છે, કલ્યાણરૂપ પલ્લવની વલ્લતુલ્ય છે, શુભ દિવસના આરંભની ધ્વનિમાં ઝાલરતુલ્ય છે, ચિત્તની અંદર આનંદને ઉત્પન્ન કરનારી છે અને સંસારરૂપ વ્યાધિને જીતનારી અર્થાત્ તેનો નાશ કરનારી છે.”
હવે તે પ્રસંગે શ્રીસુધર્માગણધર શ્રીમહાવીરપરમાત્માને નમસ્કાર કરીને કહે છે કે “હે ભગવંત ! તમારા પ્રસાદથી ધર્મરૂપ કલ્પવૃક્ષની ત્રણ શાખાનું વૃત્તાંત તો સ્પષ્ટપણે અમે સાંભળ્યું, હવે દાન, શીયલ અને બીજા પણ ધર્મકાર્યમાં સહાયભૂત જે ભાવધર્મ કહેલ છે, તેનું ફળ અને સ્વરૂપ શું છે તે કૃપા કરીને કહો.” આ પ્રમાણે પ્રશ્ન કર્યા બાદ મેઘ વર્ષા સમાન ગંભીરવાણી વડે શ્રીવીરપરમાત્માએ કહ્યું કે-“હે સુધર્મા ! ધર્મરૂપ કલ્પવૃક્ષની ચોથી શાખાનું જે મહાનું ફળ છે તે સાંભળ. કૃષિમાં સારો પવન તેની વૃદ્ધિ કરનાર છે, બાળકના પ્રતિપાલન માટે જેમ માતા છે, સુકૃતને વૃદ્ધિ કરનાર દયા છે, રાજ્યને વધારનાર સુનીતિ છે, સ્નેહમાં વૃદ્ધિ કરનાર પ્રતીતિ છે તેમ ધર્મની વૃદ્ધિ કરનાર શુભભાવના છે. રસની સુસ્વાદુતા માટે જેમ સર્વરસમાં લવણનો રસ ઈષ્ટ ગણાય છે, તેમ દાન, શીલ અને તરૂપ ત્રણ પ્રકારના ધર્મની વિશેષસિદ્ધિ માટે ભાવધર્મ કહેલો છે. ઘણું દ્રવ્ય વાપરવાં છતાં જિનવચનનો અભ્યાસ કરવા છતાં પ્રચંડ ક્રિયાઓ કરવા છતાં વારંવાર ભૂમિશયન કરવા છતાં, તીવ્ર તપ-તપવા છતાં, ચિરકાળ ચારિત્ર પાળવા છતાં પણ જો ચિત્તમાં ભાવ નથી તો તે તુષ (ફોતરા) વાવવાની જેમ નિષ્ફળ સમજવું. અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવા માટે અને સિદ્ધિપુરીના માર્ગમાં ગમન કરવા માટે ભાવના રત્નદીપિકા તુલ્ય શોભે છે. સંસારના યુદ્ધમાં દાન, શીલ, પરૂપ યોદ્ધાઓમાં ભાવરૂપ યોદ્ધો જ સફળ થઈ શકે છે.” એ ભાવધર્મ ઉપર ચંદ્રોદય રાજાની કથા સાંભળો કે જે સાંભળવાથી તમારું મન શરદઋતુના ચંદ્રની જેવું નિર્મળ થશે.
| ચંદ્રોદય રાજાની કથા આ જેબૂદ્વીપમાં ભરત નામનું ક્ષેત્ર છે. તેમાં કલ્યાણની સંતતિયુક્ત પુષ્પભદ્ર નામનું નગર છે. તેમાં જાઈના પુષ્પ સમાન કીર્તિરૂપ સુગંધવાળો પુષ્પચૂલ નામનો રાજા હતો કે જેણે પોતાના યશરૂપ સુગંધવડે આખા વિશ્વને સુગંધી કર્યું હતું. તે રાજાને પ્રેમવાળી, પ્રમોદ ઉત્પન્ન કરનારી, સૌભાગ્યવાળી, શુદ્ધ શીળવાળી અને પતિના ચિત્ત પ્રમાણે વર્તનારી પુષ્પમાલા નામે રાણી હતી.
રાણી સાથે આનંદપૂર્વક સુખભોગ ભોગવતાં તે રાજા યૌવનાવસ્થાને જતી અને જરાવસ્થાને આવતી જાણતો ન હતો. ઉત્તમ પુરુષને પ્રથમ ચિત્તમાં જરા આવે છે, પછી શરીરમાં આવે છે અને સામાન્ય પુરુષોને કાયામાં જ જરા આવે છે, મનમાં આવતી જ નથી. પૂર્વવયમાં જે શાંત હોય તે જ ખરો શાંત છે, બાકી ધાતુ ક્ષીણ થતા તો કોનામાં શાંતિ નથી આવતી? કામમાં લોલુપી એવો તે રાજા મોહવડે તે વાત સમજી શક્યો નહીં. વિવિધ પ્રકારના ભોગ ભોગવતાં તેને સંતતિ થઈ નહીં. એક દિવસ તે રાજાની પુષ્પમાલા રાણી ગવાક્ષમાં બેઠી હતી,
Page #192
--------------------------------------------------------------------------
________________
સપતમ પલ્લવ
૧૭૩
તેટલામાં તેણે મહેલના નીચેના ભાગમાં એક વાવડી જોઈ. તેમાં એક હંસી જોઈ. તે પોતાના બાળકોનું લાલનપાલન કરતી હતી, સ્વેચ્છાપૂર્વક તેને ખવરાવતી હતી અને મસ્તક પર સ્પર્શ કરતી હતી. એ પ્રમાણે બાળકો સાથે આનંદ કરતી તેને જોઈને રાણી વિચારે છે કે – “હા મારો જન્મ ફોગટ ગયો. હું સંતાન સુખ ન પામવાથી જંગમ એવી વંધ્યવલ્લીસમાન છું. જેમ રાત્રી ચંદ્ર વિના શોભતી નથી તેમ સ્ત્રી પુત્રવિના શોભતી નથી. વિધવા પણ પુત્રવતી હોય છે તો સર્વત્ર માન પામે છે. જેમ દીપવડે અલંકૃત એવી અમાવસ્યાની (દીવાળીની) રાત્રી પણ શોભે છે. ગંધ વિનાનું પુષ્પ, જળ વિનાનું સરોવર અને જીવ વિનાનું કલેવર શોભતું નથી તેમ પુત્ર વિનાની સ્ત્રી પણ શોભતી નથી. પુત્ર વિનાની સ્ત્રીનો જન્મ ધિક્કારને પાત્ર છે. કહ્યું છે કે–મંદ મંદ બોલતો અને ધૂળીથી ધુસર થયેલા દેહવાળો બાળક જેના ખોળામાં રમતો નથી તે સ્ત્રીનો જન્મ નિરર્થક છે.”
આ પ્રમાણે વિચારતી તેણે પોતાના ભાગ્યને અનેક પ્રકારના ઉપાલંભ આપ્યા, અને કહ્યું કે-“મેં તારુ શું વિનાશ કર્યું હતું કે જેથી તે મને પુત્રરૂપ ફળ વિનાની કરી? હે વિધિ ! પુત્રરહિત એવું આ વિશાળ રાજ્યને શા માટે આપ્યું? તું જીવોને કંઈક ને કાંઈક દુઃખ આપ્યા વિના તૃપ્ત થતો જ નથી, મેં પૂર્વભવે શું સાધુના ઉપકરણો હરી લીધા હશે? અથવા પશુ પક્ષીના કે મનુષ્યોના બાળકોનો નાશ કર્યો હશે ?” એ રીતે પોતાના આત્માની નિંદા કરતી અને પોતાના કર્મનો શોક કરતી તેમજ અશ્રુધારા વહાવતી તે ઘણો વિલાપ કરવા લાગી. તે જ વખતે રાજા મહેલમાં આવ્યા અને શ્વાસ મુખવાળી તથા શોક કરતી પોતાની પ્રિયાને જોઈ. ' તે પ્રમાણે જોઈને દુઃખી થતા રાજાએ તેને પૂછયું કે- હે પ્રિયે ! તું શોકાતુર કેમ છે? તને આ સ્થિતિમાં જોઈને મને મહાદુઃખ થાય છે.” રાણીએ કહ્યું કે–“હે સ્વામિન્ ! હું નિર્માગી છું, પૂર્વ પાપના પ્રભાવથી ફળહીન છું, તેમજ કલંકિત છું. મારું રાજ્યસુખ ફોગટ છે. મારો જન્મ અને જીવિત વૃથા છે, મારું ભોગસંયુક્ત યૌવન પણ વૃથા છે, તેમજ દિવસના દીપકની જેમ હું નકામી અને નિષ્ફળ છું.” રાણીના આ પ્રમાણેના વચનો સાંભળીને નૃપ બોલ્યા કે–“હે "શુભલોચને ! તું ખેદ શા માટે કરે છે? હે કમલાનને ! શોકનું જે કારણ હોય તે મને વ્યક્તપણે કહે.” રાણીએ કહ્યું કે-“હે સ્વામિનું! મને અનપત્યપણાનું જ દુઃખ છે અને તે મને શલ્યની જેમ પીડા કરે છે. હે પ્રાણેશ ! તે નરનારીને જ ધન્ય છે કે જેના ખોળામાં બાળક રમે છે, રડે છે અને અવ્યક્ત ભાષા બોલે છે. વધારે શું કહું? હે સ્વામિન્ ! સંતાન વિના મારો સ્કાર હારાદિ શૃંગાર પણ સ્વપ્નની જેમ અસાર છે.”
રાણીના આ પ્રમાણેના વચનો સાંભળીને રાજા પોતાના ચિત્તમાં રાણી કરતાં પણ વધારે ખેદથી વિચારવા લાગ્યો કે-“આ રાણી સત્ય કહે છે, કારણકે મને સંતતિ થઈ નથી. હવે તો પુત્ર વિના મારા કુળનો વિચ્છેદ જ થવાનો સંભવ છે. હું શું કરું? અને ક્યાં જાઉં? મારું વાંછિત શી રીતે પૂર્ણ થાય ? દુષ્ટદૈવે મને બીજી ન્યૂનતા શું કામ ન આપી? અને તે દુરાત્માએ એક પુત્રનું સુખ કેમ ન આપ્યું ?” આ પ્રમાણે દેવને દોષ આપીને વળી રાજા વિચારવા લાગ્યો કે–“જરૂર એમાં મારા પૂર્વભવના પુણ્યની હીનતા જ સંભવે છે, તો હવે આ ભવમાં ભાવપૂર્વક
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય એવું પુણ્યકાર્ય કર્યું છે જેથી મારું વાંછિત સિદ્ધ થાય.”
આ પ્રમાણે વિચારીને તેણે રાણીને કહ્યું કે-“હે પ્રિયે ! તું મનમાં ખેદ ન કર, હું એવો પ્રયત્ન કરીશ કે જેથી તને ભાવિમાં પુત્રની પ્રાપ્તિ થાય, પ્રથમ પુણ્યની સાધના કરવી જોઈએ. પુણ્યથી દેવો પણ કિંકરપણું કરે છે અને વાંછિત આપે છે. તે પુણ્ય તપવડે જ ઉત્પન્ન થઈ શકે છે જેમ નિચાપણાથી જળ, લીલાચારાથી ગાય, શાંતપણાથી બાળક, વિનયથી સંતપુરુષો, દ્રવ્યથી અન્યજનો અને હિતકારી પ્રિયવચનથી લોકો સાધ્ય થાય છે. તેમ તપવડે દેવો સાધ્ય થાય છે. શ્રીજિનેશ્વરોએ ચાર પ્રકારનો ધર્મ કહ્યો છે. તેમાંથી વાંછિતની સિદ્ધિ માટે ભાવસંયુક્ત તપધર્મ કરવો. હે પ્રિયે ! તપનું આવું માહાસ્ય જાણીને તેની સાધના કર, ચિત્તમાં સંતોષ ધારણ કર અને હર્ષિત રહે, શોકને તજી દે.”
તે સમયે અકસ્માત કોઈક ચારણમુનિ રાજાને વંદાવવા અને ધર્મ સંભળાવવા ત્યાં પધાર્યા. રાજાએ તે મુનિશ્રેષ્ઠને ઉત્તમ સ્થાને બેસાડીને પરમભક્તિથી તેમને વંદના કરી અને રાણીએ પણ ભાવપૂર્વક મુનિને વંદન કર્યું. મુનિએ ધર્મલાભરૂપ આશીષ આપીને આ પ્રમાણે ધર્મદેશના આપી.
અહો ભવ્ય જીવો ! આ અસારા સંસારમાં સુકૃતનું સેવન કરવું તે જ એક સારભૂત છે. જેની પાસે ધર્મ છે અર્થાત જે સતત ધર્મનું આરાધન કરે છે તેને સર્પ હારલતા જેવો થાય છે, તલવાર પુષ્પમાળા જેવી થાય છે, વિષ રસાયન થઈ જાય છે, શત્રુ પ્રીતિ કરતા આવે છે, દેવતાઓ વશ થાય છે. એ પ્રસન્નમનવાળાધર્મી માટે વધારે શું કહેવું? આકાશ પણ તેની ઉપર રનનો વરસાદ કરે છે અર્થાત્ ધર્મના પ્રભાવે આકાશમાંથી રત્નોની વૃષ્ટિ થાય છે.”
આ પ્રમાણેની દેશના સાંભળ્યા પછી મુનિરાજને નમીને રાજાએ કહ્યું કે– હે ભગવન્! એવો યોગ્ય માર્ગ બતાવો કે જેથી મારે ત્યાં પુત્રોત્પત્તિ થાય.” મુનિરાજે કહ્યું કે–અમે એવી સાવધ પ્રવૃત્તિ માટે ઉત્તર આપી શકીએ નહી, પરંતુ તમને એટલું કહું કે તમે કલ્પવૃક્ષની જેમ વાંછિતને આપનાર શ્રેષ્ઠ તપનું સારી રીતે આરાધન કરો.” નૃપે પૂછ્યું કે–તપ તો અનેક પ્રકારના છે, તેમાંથી અમારે ક્યો તપ કરવો યોગ્ય છે?” ગુરુ ભગવંતે કહ્યું કે-“જો તમને પુત્રની ઇચ્છા છે તો તમે ચાંદ્રાયણ તપ કરો.” નૃપે કહ્યું કે-“હે મહારાજ ! કૃપા કરીને તે તપની વિધિ વિસ્તારથી બતાવો કે જેથી તે પ્રમાણે હું પ્રિયા સહિત તે તપનું આરાધન કરું.” ગુરુભગવંતે કહ્યું કે- હે ભૂપતિ ! ફાગણ સુદ ૧૫થી એ તપ શરૂ કરવો. તે વૈશાખ સુદ ૧૫મે પૂર્ણ થાય છે. તેમાં ફાગણ સુદ ૧૫ મે પ્રથમ ચોવિહાર ઉપવાસ કરવો, પછી વદિ ૧મે ૧૫ કવળ લેવા, વદિ બીજે ૧૪ કવળ લેવા, એમ ઘટાડતાં ઘટાડતાં યાવતું વદિ ૦)) સે એક કવળ લેવો. પછી ચૈત્ર સુદ ૧મે બે કવળ લેવા, સુદિ બીજે ૩ કવલ લેવા એમ યાવત્ ચૈત્ર સુદિ ચૌદશે ૧૫ કવળ લેવા. વૈદ શુદિ પૂનમે ચૌવિહાર ઉપવાસ કરવો. વદિ ૧મે પણ ઉપવાસ કરવો અને તેને પારણે વદિ બીજે એકાસણું કરવું. વદિ ત્રીજે ઉપવાસ અને વદિ ૪થે એકાસન કરવું. વદિ ૩ જે ઉપવાસ અને વદિ ૪થે એકાસન, એમ એકાંતરે ૧૩ ઉપવાસ અને ૧૩ એકાસન કરવા. વૈશાખ સુદ ૧૪ને શુદિ ૧૫નો છઠ્ઠ કરવો. તેને પારણે એકાસણું કરવું.
Page #194
--------------------------------------------------------------------------
________________
સપ્તમ પલ્લવઃ
૧૭૫
એ પ્રમાણે ૬૨ દિવસે ચાંદ્રાયણ તપ પૂર્ણ થાય છે. તે સમ્યક્ત્વ અને શીલ સંયુક્ત કરવો. સવાર-સાંજ આશ્યક (પ્રતિક્રમણ) કરવા, સવિશેષપણે દેવપૂજન કરવું, પુણ્યવંતોની કથાવાર્તા કરવી અને પ્રાણીઓ ઉપર દયા કરવી અને તપને અંતે ઘણા વિસ્તારથી તપનું ઉદ્યાપન કરવું. એના ઉદ્યાપનમાં એક સુવર્ણનું વૃક્ષ કરવું. તેનું મૂળ રૂપાનું કરવું, પત્રો પ્રવાળના કરવા, ફળો મણિના કરવા, તે વૃક્ષની ઉપ૨ રૂપ્યમય ચંદ્રનું બિંબ કરવું. એ મહાવૃક્ષ શ્રીચંદ્રપ્રભસ્વામીની પાસે ધરવું અને જ્યાંસુધી તપ કરવામાં આવે ત્યાં સુધી શ્રીચંદ્રપ્રભસ્વામીનું ધ્યાન કરવું. સાત ક્ષેત્રમાં શક્તિ અનુસાર દ્રવ્ય વાપરવું અને સંઘપૂજા સહિત સાધર્મિક વાત્સલ્ય કરવું. આ પ્રમાણે કરવાથી કે ભૂપતિ ! તમારું વાંછિત પૂર્ણ થશે—સુંદર પુત્ર થશે, માટે એ તપ કરો.'
આ પ્રમાણે સાંભળીને રાજાએ હર્ષિત થઈ ગુરુભગવંતે કહેલી વિધિપૂર્વક પ્રિયા સહિત શુભ મુહૂર્તે ચાંદ્રાયણ તપ શરૂ કર્યો. તપ પૂર્ણ થતાં ક્ષમાવાન્ રાજાએ સંપૂર્ણ વિધિ સહિત ઉજમણું કર્યું. સંઘપૂજા સહિત સાધર્મિક વાત્સલ્ય બહુ સારી રીતે કર્યું. દીનોદ્વારાદિ કરવા સાથે સર્વત્ર અમારી પ્રવર્તાવી. સર્વ લોકોને સારી રીતે સંતોષ પમાડીને તપ પૂર્ણ થતા આનંદથી પારણું કર્યું, તે દિવસે જિનમંદિરમાં વિશેષે મહોત્સવ કર્યો. સંધ્યાકાળે શ્રીજિનેશ્વરની પૂજા કરીને શ્રીજિનેશ્વરની પાસે રાજા રાણી શ્રીચંદ્રપ્રભસ્વામીના ધ્યાનમાં પરાયણ થઈને કાયોત્સર્ગમાં સ્થિર થયા. તે વખતે આકાશમાર્ગે કોઈ યક્ષ યક્ષિણી સહિત આવ્યો. તે શ્યામ વર્ણવાળો, ત્રણનેત્રવાળો, બે ભુજાવાળો, હંસના વાહનવાળો, જમણા હાથમાં ચંદ્ર અને ડાબા હસ્તમાં અદ્ભુત મુદ્ગરને ધારણ કરનારો વિજય નામનો યક્ષ હતો. યક્ષિણી જ્વાળાદેવી શ્વેતવર્ણવાળી, મૃદુ અને લલિત ચાર હાથવડે શોભતી, જમણા બે હાથમાં તીક્ષ્ણ અસિ અને મુદ્ગર તથા ડાબા બે હાથમાં પરશુ અને ફલકને ધારણ કરનારી હતી.
આ વિજય નામનો યક્ષ યક્ષિણી સહિત પ્રત્યક્ષ થઈને ચાતુર્યગુણેથી ગર્ભિત એવા મધુરવચન વડે બોલ્યો કે—હૈ નરેંદ્ર ! તમે મને શ્રીચંદ્રપ્રભસ્વામીનો સેવક વિજય નામનો યક્ષ જાણજો. હું તમારા પુણ્યકાર્યથી તમારા પર તુષ્ટમાન્ થયો છું, તેથી તમારે ઇચ્છિત હોય તે વરદાન માંગો. તમારા તપથી આકર્ષાઈને તેમજ તમારી જિનભક્તિથી સંતુષ્ટ થઈને હું યક્ષિણી સહિત અહીં આવ્યો છું.” આ પ્રમાણે તે યક્ષના વચનો સાંભળીને રાજા તેને નમસ્કાર કરી વિનય સહિત બોલ્યો કે—‘હે દેવ ! જો તમે તુષ્ટમાન્ થયા હો તો મને એક સુંદર પુત્ર આપો.’ આ પ્રમાણેની તેની માંગણીથી યક્ષે કહ્યું કે—‘તમને પુત્ર થશે.' પછી ૧૬ ક્રોડ સુવર્ણની અને ત્રણ ક્રોડ મણિની વૃષ્ટિ કરીને તે યક્ષ યક્ષિણી સહિત અદૃશ્ય થયો.
યક્ષના ગયા પછી રાજા રાણીએ પણ હર્ષિત થઈને કાયોત્સર્ગ પાર્યો. તે સમયે કોઈક મહર્ષિક દેવ પોતાનું આયુષ્ય પૂર્ણ કરી ઈશાન સ્વર્ગથી અવીને તે પુષ્પભદ્રપુરમાં પુષ્પચૂલ રાજાની સ્ત્રી પુષ્પમાલાની કુક્ષિમાં ઉત્પન્ન થયો. સંધ્યાકાળે રાણી પાપ પ્રતિક્રમીને પંચનમસ્કારમંત્રનું સ્મરણ કરીને પોતાની શય્યામાં સુખપર્વક સુતાં સુતાં તેણે આવું સ્વપ્ન જોયું કે– ‘‘ઈશાન દેવલોકથી કોઈ મહર્ધિક અને દેદીપ્યમાન દેવ ચ્યવીને દેવના ગુણો સહિત મારા ઘરમાં આવીને વસ્યો.” વળી તેણે એવું પણ જોયું કે—‘આસો માસની પૂર્ણિમાની રાત્રીએ
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય
ચંદ્રમાએ એકદમ આવીને મારા મુખમાં પ્રવેશ કર્યો.” આ પ્રમાણેનું સ્વપ્ન જોઈને રાણી હર્ષ પામી, જાગીને પોતાના સ્વામી જ્યાં હતાં ત્યાં જઈને તે હકીકત નિવેદન કરી. રાજાએ કહ્યું કે– ‘‘આ સ્વપ્નના મહાત્મ્યથી કોઈ દેવ સ્વર્ગમાંથી ચ્યવીને તારો ભાવીપુત્ર થશે. આ સ્વપ્નથી મારો મનોરથ ફળિભૂત થયો છે.” આ પ્રમાણે સાંભળીને રાણી ઘણી હર્ષિત થઈ. પુણ્યકાર્ય વિશેષે કરવા લાગી અને ગર્ભરત્નને ધારણ કરતી તે રત્નની ખાણ જેવી શોભવા લાગી.
જેમ જેમ ગર્ભ વૃદ્ધિ પામતો ગયો, તેમ તેમ રાજભુવનમાં ઋદ્ધિની વૃદ્ધિ થવા લાગી. રાણીને જે જે મનોરથો થયા તે તે રાજાએ પૂર્ણ કર્યા. સાતમે મહીને ગર્ભના પ્રભાવથી સર્વાંગસુંદર અને કાંતિમાનૢ એવી રાણીને એવો દોહદ થયો કે—‘હું ચંદ્રમાનું પાન કરું અને પછી વૈતાઢ્યપર્વત ઉ૫૨ના સર્વવિદ્યાધરોને સમાધિપૂર્વક જીતી લઉં,” આ દોહદ બળવાનથી પણ પૂરી શકાય તેવો ન હોવાથી રાણી દિનપ્રતિદિન દુર્બળ થવા લાગી. આ દોહદને દુઃસાધ્ય જાણીને રાજાએ મંત્રીને પૂછ્યું કે—‘દોહદ ન પુરાવાથી રાણી દુર્બળ થતી જાય છે, તો એનો શું ઉપાય કરવો ?’ મંત્રીએ વિચાર કરીને ઉત્તર આપ્યો કે—‘હે સ્વામિન્ ! બુદ્ધિના પ્રયોગ વડે એ દોહદ પૂર્ણ કરીએ ગૃહમાં રહેલા જાળી દ્વારા ચંદ્રમાનું પ્રતિબિંબ અંદર રહેલા જળના પાત્રમાં પડે ત્યારે રાણીને કહીએ કે આમાં ચંદ્ર આવેલ છે માટે તેને પીવો. અંધકારમાં ખરેખર ચંદ્રની ભ્રાંતિથી તે પીવા માંડે ત્યારે જાળની ઉપર રહેલો મનુષ્ય ધીમેથી તે જાળને ઢાંકતો જાય. રાણી બધું જળ પી જાય ત્યારે ઉપરની જાળ તમામ ઢંકાઈ જાય, તેથી રાણી માનશે કે મેં ચંદ્રમાનું પાન કર્યું. એ રીતે એ દોહદ તો પૂર્ણ થાય. હવે વૈતાઢ્ય ઉપર રહેલા વિદ્યાધરોને જમીન પર રહેલા આપણે જીતવા તે તો અસાધ્ય જેવું છે. તેને માટે કોઈક ઇન્દ્રજાળીઆને બોલાવીએ અને તેની પાસે એવું નાટક કરાવીએ કે—તેમાં તે ઇન્દ્રજાળિક વિદ્યાવડે વૈતાઢ્ય, વિદ્યાધરો, તેના નગરો વગેરે રચશે. પછી તમારા સુભટરૂપે થઈને તે ઇન્દ્રજાળિક રાણીની નજરે તે વિદ્યાધરોને યુદ્ધવડે જીતશે. હે રાજન્ ! આ પ્રમાણે કરવાથી રાણીને સંતોષ થશે અને તેને સંતોષ થવાથી તે દુર્બળ મટીને હર્ષવડે પુષ્ટ
થશે.’
રાજાએ મંત્રીની યુક્તિ પસંદ કરી તે પ્રમાણે કરવા હુકમ આપ્યો. મંત્રીએ તે પ્રમાણે કરીને રાણીનો દોહદ પૂર્ણ કર્યો. તેથી તે પણ પ્રસન્ન થઈ. ગર્ભસ્થિતિ પૂર્ણ થયે શુભયોગે, શુભદિવસે બધા ગ્રહો પોતાના સ્થાનમાં અથવા ઉચ્ચ સ્થાનમાં આવતાં, સારા લગ્નમાં સૌમ્ય સમયે, રાત્રીએ ચંદ્રોદય થતા, સુદિ સાતમે શુભવારે રાણીએ પુત્રને જન્મ આપ્યો. તે વખતે દાસી વગેરે સેવકોએ રાજાને વધામણી આપી. રાજાએ તેમને વાંછિત દાન આપ્યું. પુત્રોત્પતિની વધામણી સાંભળીને રાજાએ અત્યંત હર્ષ થવાથી પુત્રના જન્મોત્સવ નિમિત્તે અનેક પ્રકારે નગરની શોભા કરાવી. સ્થાને સ્થાને મલ્લયુદ્ધ અને ચતુષ્પથમાં નાટકો કરાવ્યા અને લાખો દ્રવ્ય દાનમાં આપ્યું, એ રીતે જન્મોત્સવ કર્યો.
અનુક્રમે સૂર્ય-ચંદ્રનું દર્શન, ઝોળીમાં સુવાડવું, ષષ્ઠિનું બલિદાન આપવું. ઇત્યાદિ પુત્રજન્મને લગતાં સર્વ સંસ્કારો વિધિપૂર્વક કરવામાં આવ્યા. પછી ભોજન વસ્ત્રાદિવડે સ્વજનોનું ગૌરવ કરીને પોતાની બહેન તથા બીજી વૃદ્ધ સ્ત્રીઓને રાજાએ કહ્યું કે—પૂર્વના પુણ્યથી,
Page #196
--------------------------------------------------------------------------
________________
સપ્તમ પલવઃ
૧૭૭
તપસ્યાની સાધનાથી, શ્રીચંદ્રપ્રભસ્વામીની ભક્તિથી, દેવપાસેથી વરદાન મળવાથી, સેંકડો મનોરથ સહિત અમને પુત્રપ્રાપ્તિ થઈ છે. તમારી સૌની મીઠી નજરથી મારા વાંછિત પૂર્ણ થયેલા છે. ચંદ્રનું સ્વપ્ન આવવાથી અને ચંદ્રપાનનો દોહદ થવાથી તે પુત્રનું ચંદ્રોદય અથવા ચંદ્રોદર એવું નામ હો.' સર્વ સ્વજનોએ તે વાત સ્વીકારી. ત્યારપછી ધાવમાતાવડે પ્રતિપાલન કરાતો તે ચંદ્રોદય પુત્ર શુક્લ પક્ષના ચંદ્રની જેમ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યો. તે સાત વર્ષનો થયો ત્યારે વિદ્યાગ્રહણની યોગ્યતા જાણીને મહોત્સવપૂર્વક પંડિતને સોંપવામાં આવ્યો. દેવાંશી હોવાથી સ્વલ્પ કાળમાં તે સર્વ શાસ્ત્રો શીખ્યો, શસ્ત્રકળામાં પ્રવિણ થયો અને અન્ય કળાઓનો પણ સારો અભ્યાસ કર્યો. અનુક્રમે તે સ્ત્રીઓના માનનું મર્દન કરનાર યૌવનાવસ્થા પામ્યો. એટલે સર્વદા મિત્રોની સાથે તે વિવિધ પ્રકારની ક્રીડા કરવા લાગ્યો.
હવે તે નગરમાં શ્રેષ્ઠીઓમાં અગ્રેસર અને મહદ્ધિક એવો અમરચંદ્ર નામનો શ્રેષ્ઠી વસતો હતો. તેને ચંદ્રલેખા નામે પ્રિયા હતી. તેને સાગરચંદ્ર નામે પુત્ર હતો, તે સર્વ કળાઓમાં પ્રવીણ હતો, સદાચારી હતો, વિચારશીલ હતો, સજ્જનો તેની પ્રશંસા કરતા હતા, તે નિરંતર દાનાદિ ધર્મકાર્ય કરતો હતો. તેના ઘરમાં કેટલી લક્ષ્મી છે તે કોઈ જાણતું નહીં. સર્વ જીવોપર કૃપાળુ તે સુખપૂર્વક કાળ પસાર કરતો હતો, તેમજ વિષમાવસ્થામાં પણ કુળાચારને કદી છોડતો નહોતો. એક વખત અંતરાય કર્મનો ઉદય થવાથી તે શ્રેષ્ઠી મહર્ધિક હોવા છતાં પણ તેની લક્ષ્મી કોઈના લઈ ગયા વિના જ સ્વભાવે ક્ષીણ થવા માંડી. તો પણ તે સદાચારને કે દાનધર્મને છોડતો નહોતો. થોડામાંથી પણ થોડું ઘણા આદરથી સાધુ વગેરેને દાન આપતો હતો. એ પ્રમાણે ક્ષીણઅવસ્થામાં બાર વર્ષ વ્યતીત થયા. તેમાં ઘણા પ્રકારનાં કષ્ટો સહન કર્યા. પ્રાંતે અંતરાય કર્મનો ઘણો અંશ ક્ષય થયો. તે દરમ્યાન એક દિવસ તેને ઘરે મૂર્તિમાનૢ કલ્પવૃક્ષ જેવા કોઈક લબ્ધિવંત મુનિરાજ પધાર્યા. તેમને જંગમ તીર્થંતુલ્ય જાણીને શ્રેષ્ઠીએ હર્ષથી નમસ્કાર કર્યા અને શુદ્ધઅન્નપાનાદિ વહોરાવીને આ પ્રમાણે સ્તુતિ કરી :—‘હે મહામુનિ ! આ સમય ને આ દિવસ ધન્ય છે. તેમજ તે રાત્રી અને તે પ્રહર પણ સુંદર ગણવા યોગ્ય છે કે જે વખતે પ્રમોદથી ભરેલા નિર્ભર લોચનવાળા ભવ્યાત્માઓને આપની સાથે સંગમ અને વાર્તાલાપ થાય છે.”
શ્રેષ્ઠીની ભક્તિથી સંતોષ પામેલા મુનિરાજે તેને ધર્મોપદેશ આપ્યો. તે સાંભળીને તેમની પાસેથી શ્રીજિનેશ્વરકથિત ધર્મને અંગીકાર કરીને સાગરચંદ્રે આ પ્રમાણે કહ્યું કે :—“હે પ્રભો ! મારી ઉપર કૃપા કરીને જે રીતે મારું દારિત્ર્ય દૂર થાય તેવો સુલભ તેમજ શ્રેષ્ઠ ઉપાય બતાવો.” તે વખતે મુનિરાજે ઉપયોગ મૂકી તેની હકીકત જાણીને તેને કહ્યું કે “હે સાગરચંદ્ર ! તારું અંતરાય કર્મ ઘણું તો ક્ષય થયેલ છે, પણ હજુ થોડુંક બાકી છે, તેથી.તેના ક્ષય માટે ઉપાય બતાવું છું. પરમેષ્ઠિ મહામંત્રમાં જે સાતમું પદ છે તેનું દુષ્કર્મના નાશને માટે વિધિપૂર્વક આરાધન કર. ‘‘ૐ નમ: સવ્વપાવપ્પાસો'' આ અગ્યાર અક્ષરનો મંત્ર ગૃહચૈત્યાદિમાં પરમાત્માની આગળ બેસીને એક ચિત્તે જપવો. પ્રમાદ તજી દેવો, બ્રહ્મચર્ય પાળવું, વિકથા નિદ્રા અને ચારે પ્રકારનો આહાર ત્યજી દેવો. આ પ્રમાણે કરવાથી હે સાગરચંદ્ર ! સાતમે દિવસે તારી પાસે દક્ષ એવી શાસનદેવી પ્રત્યક્ષ થશે. તે વખતે તારા ભાગ્યયોગથી તે તારા પર તુષ્ટમાન્ થઈને તને વરદાન આપશે, પણ શું વરદાન આપશે ? તે હું જાણતો નથી.”
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્યા આ પ્રમાણે કહીને તે મુનિએ વિહાર કર્યો પછી સાગરચંદ્ર પવિત્ર થઈને મુનિરાજના કહેવા પ્રમાણે શુભદિવસે સર્વસામગ્રી તથા મંત્રજાપપૂર્વક સાધના કરવાનું શરૂ કર્યું. સાતમે દિવસે મધ્યરાત્રે શાસનદેવીએ પ્રત્યક્ષ થઈ તેને એક પત્રિકા બતાવીને કહ્યું કે–'હે વત્સ ! આ પત્રિકા ગ્રહણ કર. તે પત્રિકામાં મહાઅર્થવાળી એક ગાથા લખેલી છે તે લાખ સોનૈયા આપી ચંદ્રોદયકુમાર ખરીદ કરશે. તારું પુણ્ય એવું નથી કે હું તે કરતાં વધારે તને આપી શકે.” આ પ્રમાણે કહી પત્રિકા આપીને દેવી અદૃશ્ય થઈ. સાગરચંદ્ર પણ ધ્યાન પૂર્ણ કર્યું. પ્રભાતે તે ગાથા લઈને વેચવા માટે ચતુષ્પથમાં ગયો. તેટલામાં ચંદ્રોદયકુમાર મિત્રો સાથે ક્રીડા કરતો ત્યાં નીકળ્યો. સાગરચંદ્રના હાથમાં પત્રિકા જોઈને અને તેમાં એક ગાથા લખેલી છે એમ જાણીને તેણે સાગરચંદ્રને કહ્યું કે-“આ ગાથાવાળી પત્રિકા અને તેનું મૂલ્ય લઈને આપ.” સાગરચંદ્રે તેનું મૂલ્ય લાખ સોનૈયા કહ્યું, તે આપીને ચંદ્રોદય કુમારે તરત જ તે પત્રિકા ખરીદી. પછી તે ગાથા વાંચી તે આ પ્રમાણે હતી :
"अपत्थियं चिय जहा, एइ दुहं तह सुहंपि जीवाणं ।
ता मुत्तुं संमोहं, धम्मे चिय कुणह पडिबंधं ॥१॥" જેમ દુઃખ વગર પ્રાર્થે આવે છે તેમ જ સુખ પણ જીવોને અપ્રાચ્યું જ આવે છે, તેથી મોહને મૂકીને ધર્મને વિષે ઉદ્યમ કર.”
આ ગાથા લઈને ચંદ્રોદય પોતાને ઘરે ગયો અને સાગરચંદ્ર પણ લાખ સોનૈયા લઈને : પોતાને સ્થાને ગયો.
એક દિવસ રાજપુત્ર પોતાના મિત્ર સુમિત્રની સાથે વનમાં ક્રીડા કરવા ગયો અને ત્યાં અનેક પ્રકારના વિનોદવડે ક્રીડા કરવા લાગ્યો. એટલામાં તે દરમ્યાન કોઈ દુષ્ટ દેવ ત્યાં આવ્યો, તે કુમારને ઉપાડીને આકાશમાં ઉડ્યો. આકાશમાં જતાં ચંદ્રોદય વિચાર્યું કે–“અરે ! મને કોણે અને શા માટે હર્યો હશે? અહો દુષ્ટ દેવે આ શું કર્યું? “આ પ્રમાણે વિચારી હૃદયમાં ધૈર્ય ધારણ કરીને તે બોલ્યો કે-“અરે દુષ્ટ ! તું મને જાણતો નથી? પરંતુ તું મને લઈ જઈને શું કરીશ?” તે વખતે તે દેવ કપાલીનો વેશ ધારણ કરીને બોલ્યો કે-“અરે ! તારું બલિદાન આપીને હું દેવીને સાધીશ. વૃષભ નામના પર્વતના શિખર ઉપર વિશ્વઘોરા નામની ગુફા છે. ત્યાં અતિ વિકટ અને સર્પના વાહનવાળી વિરૂપાક્ષી નામે દેવી છે. મેં તે શક્તિને સાધવાની શરૂઆત કરી, તેને પ્રસન્ન કરવા માટે મેં અનેક પ્રકારે જાપ અને હોમ કર્યા પરંતુ તે તુષ્ટમાનું થઈ નહીં. તેણે મને સ્વપ્ન આપ્યું કે- તું મને બત્રીસ લક્ષણા પુરુષનો ભોગ આપ તેથી હું બત્રીસ લક્ષણા પુરુષને શોધવા નીકળ્યો, પણ કોઈ જગ્યાએ મને તેવો પુરુષ મળ્યો નહીં. છેવટે તેને સર્વ લક્ષણ સંપૂર્ણ જોઈને મેં ગ્રહણ કર્યો છે.”
કપાલીના આવાં વચનો સાંભળીને ચંદ્રોદય વિચારે છે કે–“જો આ મને બલી કરશે તો મારો મનુષ્ય જન્મ પશુની જેમ વૃથા થશે અને મારું અકાળે મૃત્યુ થશે.” આ પ્રમાણે વિચારી હૃદયમાં પૈર્ય ધારણ કરીને પંચનમસ્કાર મંત્રનું સ્મરણ કરી તે કપાલીના મસ્તકવર જોરથી મુદિનો
Page #198
--------------------------------------------------------------------------
________________
સપ્તમ પલ્લવઃ
૧૭૯
પ્રહાર કર્યો. કુમારનું આવું સત્ત્વ જોઈને તે કુકર્મ કરનારો કપાલી તેને આકાશમાં જ મૂકીને અચાનક ક્યાંક જતો રહ્યો. આલંબન વિનાનો કુમાર આકાશમાંથી સમુદ્રમાં પડ્યો. પૂર્વ પુણ્યના પ્રભાવથી તેને પાટીયું મળી ગયું. પછી નદી ઘોલના ન્યાયે હળુકર્મીપણાને પામેલો જીવ જેમ અતિ દુસ્તર સંસારને તરીને સદ્ગતિને પામે છે, તેમ મત્સ્યો અને કાચબાઓ વગેરેથી અતિ ભયંકર એવા સમુદ્રમાં કલ્લોલોવડે પ્રેરણા પામેલો તે કુમાર નવ દિવસે કિનારે પહોંચ્યો.
કિનારો જોઈને ચંદ્રોદયકુમાર મનમાં હર્ષ પામ્યો અને સમુદ્રને કિનારે ફરવા લાગ્યો. શ્રીફળનાં પાણીવડે મર્દન કરીને શરીર સ્વસ્થ કર્યું. ત્યાં પત્રો, પુષ્પો અને રમણીય ફળો વગેરેથી પ્રાણયાત્રા કરતો તે કુમાર કોઈ દ્વીપમાં ક્રીડા કરવા ગયેલ દેવની જેમ દરેક વનમાં ફરવા અને ક્રીડા કરવા લાગ્યો. માતાપિતાનો વિયોગ સ્મરણમાં આવવાથી તેને દુઃખ ઉત્પન્ન થયું, પરંતુ પૂર્વોક્ત ગાથાનું સ્મરણ કરીને તે દુઃખને અવગણી ધૈર્યવડે તે આખા વનમાં ભમવા લાગ્યો. તે મહાઅરણ્યમાં ભમતાં એક વખત તેણે એક કન્યાના રૂદનનો શબ્દ સાંભળ્યો. તે કન્યા આ પ્રમાણે બોલતી ‘હતી કે—અરે દૈવ ! તેં મને આવી નિર્ભાગ્ય અને દુઃખથી ભરેલી શા માટે સર્જી ? હવે બન્યું તે ખરું, પણ આ ભવમાં કે આગામી ભવમાં ચંદ્રોદયકુમાર મારા સ્વામી થજો.'’ આ પ્રમાણે કહીને તે બાળા આંબાના વૃક્ષ પર ચડી તેની ડાળની સાથે ગળાફાંસો બાંધીને પોતાના ગળામાં નાખી લટકવા ગઈ તેટલામાં ચંદ્રોદય ત્યાં પહોંચ્યો અને તરત જ તેણે તેનો પાસ છેદી નાંખ્યો અને તેને યોગ્ય ઉપચારવડે સાવધ કરી. તે દરમ્યાન એક ખેચર ત્યાં આવ્યો. કુમારે તે કન્યા ગળાફાંસી· ખાતી હતી તે હકીકત કહી. વિદ્યાધરે કહ્યું કે—‘હે કુમાર ! તમે ખરેખરા પરોપકારી છો કે જે આ કન્યાને મૃત્યુથી બચાવી છે.”
કુમારે વિદ્યાધરને પૂછ્યું કે—‘આ કયો દ્વીપ છે ? તમે કોણ છો ? આ કન્યા કોણ છે ? અને તે શા માટે મૃત્યુ પામતી હતી ?” ખેચર બોલ્યો કે—‘‘હે કુમાર ! સાંભળો. આ અમર નામનો દ્વીપ છે. અહીં જાણે પૃથ્વીપર આવેલ સ્વર્ગનો ખંડ હોય એવું શોભતું અમરપુર નામનું નગર છે. ત્યાં ચંદ્રસમાન ઉજ્વળ ભુવનચંદ્ર નામે રાજા રાજ્ય કરે છે. તેને ચંદ્રાવલી નામે રાણી છે અને કમલમાલિકા નામે પુત્રી છે. એક વખત તે કન્યા સખીઓ સાથે વનમાં ક્રીડા કરવા ગઈ અને ત્યાં હર્ષપૂર્વક અનેક પ્રકારની ક્રીડા કરવા લાગી. તે વખતે ત્યાં બીજા કિંનર અને કિંનરીઓ મળીને સુસ્વરવડે ચંદ્રોદય કુમારના ગુણોનું ગાન કરવા લાગ્યા. કુમારીએ તે ગુણગાન સાંભળીને તેની પાસે જઈને પૂછ્યું કે—તે કુમાર કોણ છે કે જેનું દેવાંગનાઓ પણ ગુણગાન કરે છે?' કિન્નરી બોલી કેમ્પ‘હે કન્યા ! પુષ્પભદ્ર નામના નગરનો પુષ્પચૂલ નામનો રાજા છે. તેને પુષ્પમાલિની નામે રાણી છે. તેની કુક્ષીરૂપી સરોવરમાંથી અવતરેલો હંસ સમાન ચંદ્રોદય નામનો કુમાર છે. જેણે લાખ સોનૈયા આપીને એક ગાથા ખરીદી છે. તેના ગુણોનું અમે ગાન કરીએ છીએ.' આ પ્રમાણે કહીને તે કિન્નરયુગલ આકાશમાં ઉડ્યું. રાજપુત્રી તેમની વાત સાંભળીને ચંદ્રોદયકુમાર ઉપર સ્નેહવાળી થઈને ચિંતવવા લાગી કે‘આ ભવમાં કે આગામી ભવમાં ભત્તર તો ચંદ્રોદયકુમાર થજો. મનથી પણ હું હવે બીજા પુરુષને ઇચ્છતી નથી.‘ આ પ્રમાણે વિચારીને તેણે તેવી પ્રતિજ્ઞા કરી.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શ્રી ધર્મલ્પદ્રુમ મહાકાવ્યા આ હકીકત તેના પિતાએ જાણી એટલે તે ચંદ્રોદયકુમારને શોધવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. તેટલામાં તે કન્યાને અત્યંત રૂપવતી જોઈને તેના પર મોહપામી સુરસેન નામના વિદ્યાધરે એકાએક તેનું અપહરણ કર્યું. તેને ઉપાડીને તે વિદ્યાધરે તેને આ સ્થાને મૂકી. તેથી તે વિલાપ કરવા લાગી. વિદ્યાધરે બળાત્કારે શાંત કરી. તે વખતે તે કન્યાના મામા અમિતતેજ એવા મેં આકાશમાં ગમન કરતાં તેને અહીં ઊંચે સ્વરે રૂદન કરતી જોઈ. એ કુમારીને મારી ભાણેજ તરીકે ઓળખીને મેં પેલા વિદ્યાધરને કહ્યું કે–“અરે દુષ્ટ ! આ શું પાપકર્મ આરંભ્ય છે? શું તને જીવવું ગમતું નથી ?” મારા આવા શબ્દો સાંભળીને તે મારી સાથે યુદ્ધ કરવા આવ્યો, એટલે મારું અને તેનું દિવ્ય શસ્ત્રવડે અતિ ભયંકર યુદ્ધ થયું. તે યુદ્ધ જોઈને કન્યા વિચારવા લાગી કે-“અરે ! આનું પરિણામ શું આવશે ? માટે હું તો મરણ પામું.” આમ વિચારીને તેણે અહીં આવી આ ઝાડ સાથે ગળાફાંસો બાંધ્યો. તેમાંથી તમે તેને તમારી ભાણેજને) બચાવી લીધી. હું તે સુરસેન વિદ્યાધરને હણીને હમણાં જ અહીં આવ્યો. આ પ્રમાણેનો અમારો સંબંધ છે. હું આ કન્યાનો મામો થાઉં છું.”
ત્યારપછી તે વિદ્યાધર કુમારને તેનો વૃત્તાંત પૂછે છે. તેટલામાં ત્યાં કોઈ મોટું સૈન્ય આવ્યું. તે સૈન્ય તરફ દૃષ્ટિ કરતાં અમિતતેજે તેમાં પોતાની માતા વિદ્યુલ્લતાને જોઈ. અમિતતેજ અને સુરસેન સાથે યુદ્ધ થાય છે એવી હકીકત સાંભળીને તે સૈન્યસહિત શશિવેગ નામના પુત્રને લઈને ત્યાં આવી હતી. અમિતતેજ માતાને પગે લાગ્યો. તે વખતે ચંદ્રોદયને ત્યાં જોઈને વિદ્યુલ્લતા હર્ષ પામીને વિચારવા લાગી કે–“અહો ! ગુણના સમૂહરૂપ આ પુરુષ કોણ છે ? અથવા આ શું કલ્પવૃક્ષ છે, સુધારસ છે કે નિધાનરૂપ છે? જેથી તેની ચેષ્ટા એવી સુંદર છે ! આ મનુષ્ય કોઈ જાણીતો છે, મેં એને કોઈ વખત જોયેલ છે.” એમ વિચારતાં તેને યાદ આવ્યું કે-“મેં નંદીશ્વરદ્વીપે યાત્રા કરવા જતાં પુષ્પભદ્ર નગરના ઉદ્યાનમાં ચંદ્રોદય નામના કુમારને રમતો જોયો હતો તે જ આ છે.” પછી તેને તેનું સ્વરૂપ અમિતતેજને કહ્યું તેથી ત્યાં રહેલી કન્યા વિચારવા લાગી કે-“અહોમારું ભાગ્ય સ્કુરાયમાન જણાય છે કે જેથી મારો વાંછિત વર અનાયાસે મળી ગયેલ છે.” પછી અમિતતેજ, કમલમાલિકા કન્યા અને ચંદ્રોદય એ બન્નેને આદરપૂર્વક સાથે લઈને ઉતાવળે અમરપુર આવ્યો. ભુવનચંદ્ર રાજા વરને જોઈને બહુ ખુશ થયા. ત્યાં વિસ્તારપૂર્વક તેમનો પાણિગ્રહણ મહોત્સવ કરવામાં આવ્યો.
- પછી અમિતતેજ વગેરે પોતપોતાના સ્થાને ગયા. ચંદ્રોદયકુમાર સુખભોગ ભોગવતો કેટલાક દિવસ ત્યાં રહ્યો. એક વખત સુખેથી સૂતેલા કુમારે પોતાના મકાનમાં પ્રભાતે જાગતાં આ પ્રમાણે જોયું કે–પોતે કોઈ વ્યાપદોથી વ્યાપ્ત “અરણ્યમાં વિકટ પર્વતની ઉપર રહેલ શીલાતલ ઉપર સૂતેલ છે. તે વખતે તે મનમાં વિચારવા લાગ્યો કે–“આ શું થયું ? ક્યાં મારી રાજયસ્થિતિ? ક્યાં દેવવિમાન સમાન મહેલ ? ક્યાં દિવ્ય પલંગ ? ક્યાં ચંદ્રોદયનું મનોહરપણું? ક્યાં તે પ્રેમવાળી કમલમાલિકાપ્રિયા ? ક્યાં તે ચંપાની માળા વગેરે પુષ્પની શુભસામગ્રી–એ બધી સ્વર્ગના સુખસદશ સ્થિતિ પૂર્વકર્મથી ક્યાં ગઈ ? પૂર્વે મને પોતાના ઉદ્યાનમાં ક્રીડા કરતાં ઉપાડીને સમુદ્રમાં કોણે નાંખ્યો હતો? તેમાંથી તરીને નીકળ્યો અને વિવાહ થયો, વળી પાછું આમ કેમ થયું?' આ પ્રમાણે વિચારતાં ક્ષણવાર રહી તેણે પેલી ગાથાનો અર્થ
Page #200
--------------------------------------------------------------------------
________________
સપ્તમ પલ્લવઃ
પોતાના હૃદયમાં વિચાર્યો તેથી ધૈર્ય ધારણ કરી ઉઠીને પર્વતના શિખરથી તે નીચે ઉતર્યો.
અરણ્યમાં ભમતાં તેણે કોઈક અશોકવૃક્ષની નીચે જિનમુદ્રાને ધારણ કરીને કાયોત્સર્ગે રહેલા એક મુનિને જોયા. ક્ષમાના આધાર, નિર્વિકાર, અવ્યક્ત આહાર અને જિતેન્દ્રિય એવા તે મુનિને જોઈને તે વિવેકવાન્ ભાવનાયુક્ત ચિત્તે તેમને વંદન કર્યું. મૌનનો ત્યાગ કરીને કાઉસગ્ગ પારીને મુનિએ ધર્મલાભરૂપ આશિષ આપ્યા. પછી મુનિ ભગવંતે પુણ્યને વહન કરનારી અને પાપનો નાશ કરનારી આ પ્રમાણે ધર્મ દેશના આપી.
૧૮૧
‘ભો ભવ્યજીવો ! આ સંસારમાં જીવોને ક્રોડો ભવે પણ મનુષ્યનો ભવ, ઉત્તમકુળ, ધર્મની સામગ્રી અને તેના વિષે શ્રદ્ધા તો મહાદુર્લભ છે. સારું રાજ્ય પ્રાપ્ત થાય, મનોહર નગરો પ્રાપ્ત થાય, પરંતુ સર્વશોક્ત વિશુદ્ધ એવો ધર્મ પામવો અતિ દુર્લભ છે. ચિંતામણિ રત્નસમાન ધર્મ પ્રાપ્ત થતાં દુષ્પ્રાપ્ય વસ્તુની જેમ પ્રમાદરૂપી તસ્કરોથી તેનું પ્રયત્નવડે રક્ષણ કરવું જોઈએ. આ સંસારમાં જે જે વસ્તુ ઇષ્ટ અને રમ્ય લાગે તે સર્વ અસ્થિર છે એમ જાણીને બુધજનોએ બલી નરેંદ્રની જેમ અચળ એવા ધર્મનું નિરંતર સેવન કરવું. તે બલી રાજાની કથા આ પ્રમાણે છે— બલીરાજાની કથા
* પશ્ચિમ મહાવિદેહમાં ગંધિલાવતી વિજયમાં સ્વર્ગપુરી જેવી ચંદ્રપ્રભા નામે નગરી હતી. તે નગરીમાં કલંકરહિત એવો અકલંક નામનો મહાન્ રાજા હતો. તે ચંદ્રસમાન સૌમ્ય હતો અને તેની વાણી અમૃત સમાન મધુર હતી. તેને આદર્શ સમાન ઉજ્જવળ સુદર્શના નામે રાણી હતી. તથા બલી નામે પુત્ર હતો. તે બાળપણમાં પણ શરીરે સબળ અને બુદ્ધિમાન્ હતો. તેણે વીશલાખ પૂર્વ યુવરાજપણું પાળ્યું અને ચાલીશલાખ પૂર્વ સુધી પિતાના રાજ્યનું પાલન કર્યું. પછી શ્રી સુવ્રતાચાર્ય સમીપે તેણે શ્રાવકના વ્રતો ગ્રહણ કર્યા અને તેની પરિપાલના સાથે તેણે બીજા પણ અનેક પ્રકારના સુકૃત્યો કર્યા. જિનપ્રાસાદ, જિનપ્રતિમા, શ્રીસંઘનીભક્તિ, દીનજનોનો ઉદ્ધાર અને રથયાત્રા વગેરે કરીને તે જૈનધર્મનો મહાપ્રભાવક થયો. શ્રાદ્ધધર્મની ક્રિયામાં તત્પર એવા તે બલી રાજાએ એક વખત પક્ષીને દિવસે ઉપવાસ કર્યો અને આખી રાત્રી કાયોત્સર્ગમાં સ્થિરપણે સ્થિત થયો. રાત્રીના ત્રીજા પ્રહરને અંતે શુભ ભાવના ભાવતાં તે સર્વ વસ્તુમાં અનિત્યતા જોવા અને ભાવવા લાગ્યો. તેણે લક્ષ્મી વીજળીની લતા જેવી ચપળ, આયુષ્ય દર્ભના અગ્રભાગપર રહેલા જળબિંદુ જેવું ચંચળ, રાજ્ય ગજકર્ણવત્ ચંચળ અને સર્વસંગમો સ્વપ્ન જેવા ક્ષણિક જાણ્યા. તેણે વિચાર્યું કે—‘કોના પુત્ર, કોની સ્ત્રી, કોનું ઘર અને કોના ધનાદિ પદાર્થો ?” આ સર્વને પ્રાણી મારા મારા કરે છે પણ તે કોઈના નથી. ‘અહં મમ’ એ ચાર અક્ષરોથી સંસાર છે, કર્મનો બંધ છે અને નારૂં ન મમ' એ પાંચ અક્ષરોથી નિવૃત્તિ-મોક્ષ છે. આ શરીર અનિત્ય છે, વૈભવ અશાશ્વત છે અને મૃત્યુ નિરંતર પાસે જ રહેલું છે. તેથી પ્રત્યેક રીતે ધર્મનો સંગ્રહ કરવો. ક્રોધ અને વિરોધને સર્વ સંતાપના કારણભૂત જાણી તેને ત્યજી જે શમરૂપ સુધાયુક્ત વર્તે છે તે અલ્પકાળમાં નિવૃત્તિને પ્રાપ્ત કરે છે.” આ પ્રમાણે નિઃસ્પૃહવૃત્તિએ હૃદયમાં અનિત્યતાનું ચિંતવન કરતાં બલી રાજાએ ક્ષપકશ્રેણી માંડી અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારબાદ દેવે આપેલો મુનિવેશ ગ્રહણ કરી સુવર્ણકમળ ઉપર બેસી ધર્મદેશના આપવા લાગ્યા.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્યો પૃથ્વી પર પર્યટન કરી અનેક ભવ્યજીવોને પ્રતિબોધ કર્યો. લોકોએ ભુવનભાનું પ્રમાણે તેમનું નામ પ્રસિદ્ધ કર્યું.
તે વિજયમાં જયપુર નામના નગરમાં ચંદ્રમૌલી નામે રાજા હતો. ભુવનભાનુ કેવળીએ તેને દેશના આપી. તેમાં વૈરાગ્યરસથી સંપૂર્ણ પોતાની કથા પ્રારંભથી એટલે કે અવ્યવહરાશિમાંથી નીકળ્યા ત્યારથી કહી સંભળાવી. તે સાંભળીને રાજા સંવેગ પામ્યો અને તેણે દીક્ષા અંગીકાર કરી. તે રાજા પણ અનુક્રમે કેવળજ્ઞાન પામ્યો. અંતે તે બન્ને કેવળી સમ્યગ પ્રકારે સંયમનું આરાધન કરી ક્રોડ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને મોક્ષે ગયા.” (ભુવનભાનુકેવલી ચરિત્રમાં આ કથા વિસ્તારથી બતાવી છે.)
“હે ભવ્યો ! આ અસાર સંસારમાં કંઈપણ સારભૂત નથી, એકમાત્ર ક્ષમાયુક્ત ધર્મ જ સારભૂત છે કે જેથી પ્રાણી મોક્ષ પામી શકે છે. આ વિશ્વમાં ધર્મથી અર્થની સિદ્ધિ થાય છે. અર્થથી કામની પ્રાપ્તિ થાય છે, તેથી અર્થ, કામ અને પ્રાંતે મોક્ષ એ ત્રણેની જેનાથી પ્રાપ્તિ થાય છે એવા ' ધર્મનું ઉત્તમ ચિત્તવડે નિરંતર સેવન કરો. ધર્મનું મૂળ સમક્તિ છે શ્રી જિનેશ્વરને દેવ, સુસાધુને ગુરુ અને દયામૂળ સુધર્મને ધર્મ માનવો તે સમ્યક્ત કહેવાય છે.”
આ પ્રમાણેની દેશના સાંભળીને ચંદ્રોદયકુમારે શુદ્ધસમ્યક્નમૂળ શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. જીવાજીવાદિ તત્ત્વોનું સ્વરૂપ પૂછીને તેનો જાણકાર થયો, પછી મિથ્યાભાવ તજીને ચંદ્રોદયકુમાર કંઈક વિશેષ પૂછે છે તેટલામાં તે મુનિ એકાએક અદૃશ્ય થઈ ગયા. તેથી વિસ્મય પામેલો કુમાર ચિંતવવા લાગ્યો કે–“આ મારા પરમ ઉપકારી મુનિ મને ઉપદેશ આપીને ક્યાં ગયા?” તે આ પ્રમાણે વિચારે છે તેટલામાં અકસ્માત ત્યાં એક મોટું સૈન્ય આવ્યું. તેના સુભટો શીધ્રપણે કુમારની આસપાસ વીંટળાઈને બોલ્યા કે–“અરે ! તને સમરવિજય રાજા હમણાં જ ક્રોધવડે હણી નાંખશે.” આવાં વચનો સાંભળીને તુરત જ તેણે ગાથાનો અર્થ વિચારી હૃદયમાં ધર્યને ધારણ કર્યું અને સિંહનાદ કરી તે સૈન્યમાંથી જ એક રથ ગ્રહણ કરી તેના પર આરૂઢ થઈને સંગ્રામમાં સામે આવી યુદ્ધ કરવા સજ્જ થયો. ગ્રહણ કરેલ રથ સર્વ આયુધવડે પૂર્ણ હોવાથી તેણે તે શસ્ત્રોવડે ઘણા સુભટોને હણ્યા. તે જોઈ સુભટો બોલવા લાગ્યા કે–“આ કોઈ સામાન્ય મનુષ્ય જણાતો નથી.' તે વખતે પોતાના સૈન્યને પાછું આવેલું જોઈને સમરવિજય રાજા પોતે યુદ્ધ કરવા આવ્યો અને ચંદ્રોદયની સામે થયો. તે ગર્વિત થઈને ચંદ્રોદયની ઉપર શસ્ત્રપ્રહાર કરવા તૈયાર થયો ત્યારે લઘુલાઘવી કળાથી તેનો પ્રહાર ચુકાવીને ચંદ્રોદયે તેને પકડ્યો. ત્યારબાદ તેને જીવતો બાંધીને ચંદ્રોદયકુમાર પોતાના રથમાં નાંખે તેટલામાં તે વિનયપૂર્વક ચંદ્રોદયના પગમાં પડ્યો અને પોતાને છોડી દેવા કહ્યું તેથી કુમારે દયા આવવાથી તેને છોડી દીધો.
તે વખતે એક સ્ત્રી ત્યાં આવી. તેણે કુમારને કહ્યું કે-“ભો ભદ્ર ! મારું વચન સાંભળો. શ્રીકુશવર્ધન નામના નગરમાં કમલચંદ્ર નામે રાજા છે. તેને અમરસેના નામે રાણી છે. તેને . ભુવનશ્રી નામે પુત્રી છે. તે જિનધર્મથી ભાવિત અંતઃકરણવાળી છે. તેણે તમારા ગુણો સાંભળીને એવી પ્રતિજ્ઞા કરી છે કે–“આ ભવમાં મારો ભત્તર ચંદ્રોદયકુમાર થાઓ. તે સિવાયના સર્વ મનુષ્યો મારા બંધુતુલ્ય છે. આવો મારો નિશ્ચય છે.” આ સમરવિજય નામે શૈલપુરનો રાજા છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
સપ્તમ પલ્લવ:
૧૮૩
તેણે એક વખત તેના પિતા પાસે ભુવનશ્રીની યાચના કરી. પણ ભુવનશ્રીની ઉપર પ્રમાણે પ્રતિજ્ઞા હોવાથી તેમણે તેને આપી નહીં. તેથી સમરવિજય રાજા સૈન્ય સાથે કમલચંદ્ર રાજાના નગરના ઉદ્યાનમાં આવ્યો ત્યાં તે ગુપ્તપણે રહ્યો અને ક્રીડા કરવા માટે નગર બહાર આવેલી ભુવનશ્રીનું તે પાપીએ વિલાપ કરતી સ્થિતિમાં અપહરણ કર્યું અને અહીં લઈ આવ્યો. અહીં રહેલા તમને જોઈને તે સમરવિજય તમને મારવા ઉઘુક્ત થયો. હું તે કન્યાની ધાત્રી છું અને તેના સ્નેહથી આકર્ષિત થઈને શીઘ્રપણે તેની પાછળ આવી છું. અહીં આવતાં સૈન્યમાં તમારું નામ સાંભળીને તમારી પાસે આવી છું, મેં તમને ઓળખ્યા છે, તો હવે તમે સમરવિજય પાસેથી તે ભુવનશ્રી કન્યાને છોડાવો અને પછી તેની સાથે પાણિગ્રહણ કરો. જેથી તેની પ્રતિજ્ઞા પૂર્ણ થાય, એ કન્યાના ભાગ્યથી તેા વાંછિત વરની (તમારી) અનાયાસે પ્રાપ્તિ થઈ છે:''
આ હકીકત સાંભળીને ચંદ્રોદય તેનો જવાબ આપે તે પૂર્વે સમરવિજયે જ તે વાત સાંભળીને હર્ષિત થઈ ભુવનશ્રીને વસ્ત્રાભૂષણવર્ડ અલંકૃત કરીને સ્વયમેવ ચંદ્રોદયને અર્પણ કરી. ચંદ્રોદયે ત્યાં તેની સાથે સંક્ષેપથી પાણિગ્રહણ કર્યું અને સમરવિજય કુમારની અનુજ્ઞા લઈને સ્વસ્થાને ગયો. ત્યારબાદ કુમારે રમણીય રથ ઉપર ભુવનશ્રી સહિત આરૂઢ થઈને શ્રીકુશવર્ધન નગર તરફ પ્રયાણ કર્યું.
ત્યાંથી કેટલેક આગળ ચાલતાં તેમણે એક શ્રેષ્ઠવનમાં માર્ગની બાજુમાં અપૂર્વ ધ્વનિયુક્ત ગાયન થતું સાંભળ્યું. તે સાંભળી કુતૂહલ ઉત્પન્ન થવાથી પ્રિયાસહિત રથ ત્યાં રાખીને ચંદ્રોદય પોતે શબ્દને અનુમાને તે તરફ ચાલ્યો. ત્યાં તેણે આ પ્રમાણે જોયું. એક મોટી વાડી છે, તેમાં અનેક પ્રકારનાં સુંદર વૃક્ષો છે, તે વાડીના મધ્યમાં એક સાત માળવાળો મનોહર મહેલ છે. કૌતુકાન્વેષી કુમારે મૃગની જેમ નાદથી મોહ પામીને ગીત સાંભળવામાં લુબ્ધ થઈ તે મહેલમાં પ્રવેશ કર્યો. તે અનુક્રમે શીવ્રતાથી સાતમા માળે ચડ્યો, ત્યાં તેણે રૂપ અને સૌભાગ્યવડે સુંદર પાંચ કન્યાઓને જોઈ. તેમને જોઈને વિસ્મય પામી વિનયતત્પર૫ણે તે તેમને કાંઈક પૂછે છે તેટલામાં તે બધી સ્ત્રીઓએ ઉઠીને કુમારનું સન્માન કર્યું. તેનો સારી રીતે સત્કાર કરી ઉત્તમ 'આસન પર બેસાડી તે પાંચે કન્યાઓ લજ્જા અને વિનયમાં તત્પર થઈને પોતાના અંગોને ગોપવીને કુમારની પાસે ઊભી રહી. પછી કુમારે તેમને પૂછ્યું કે—‘તમે કોણ છો ? કોની પુત્રી છો ? અને આ વનમાં એકલી કેમ રહો છો ? સ્ત્રીઓને આવી રીતે એકલા વનમાં રહેવું યોગ્ય નથી. તમારી હકીકત સાંભળવાનું મને કૌતુક છે તેથી હું વિસ્મય પામીને પૂછું છું માટે કહો.' કુમાર તરફથી આવો પ્રશ્ન થતાં તે પાંચમાંથી એક કન્યા બોલી કે—‘હે સાત્ત્વિક શિરોમણિ કુમાર ! તમે યોગ્ય હોવાથી અમારો સર્વ વૃત્તાંત કહું છું તે સાંભળો.
વૈતાઢ્ય પર્વતની ઉપર લક્ષ્મીવડે ચક્રવર્તી જેવો સિંહનાદ નામનો ખેચરેંદ્ર છે. તેને પ્રૌઢ એવી શ્રીમુખી નામે સ્ત્રી છે. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલી અમે પાંચે તેની પુત્રીઓ છીએ. અમારાં (૧) લક્ષ્મી (૨) સરસ્વતી, (૩) ગૌરી, (૪) જયંતિ અને (૫) મેનકા એ પ્રમાણે નામ છે. અમે પાંચે યૌવનાવસ્થા પામી ત્યારે અમારા પિતાએ કોઈ શ્રેષ્ઠ નિમિત્તિયાને પૂછ્યું કે—‘આ મારી પાંચે પુત્રીના પતિ કોણ કોણ થશે અને તે ભૂચર થશે કે ખેચર થશે ? આ વાત પ્રગટપણે
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય કહો.” અમારા પિતાના પ્રશ્નના ઉત્તરમાં તે નૈમિત્તિકે કહ્યું કે- “હે રાજેંદ્ર ! તમારી પાંચે પુત્રીનો સ્વામી એક ચંદ્રોદય નામનો ભૂચર થશે. આજથી સાડા છ માસ ગયા પછી હે રાજન્ ! અમુક વનમાં તે સ્વયમેવ આવશે.” નૈમિત્તિકના આવાં વચન સાંભળીને તેણે સૂચવેલા વનમાં આ સાત ભૂમિવાળો પ્રાસાદ કરાવીને અમારા પિતાએ અમારા વરની પ્રાપ્તિ માટે અમને અહીં રાખી છે. અમે અહીં રહીને સખીઓની સાથે રાત દિવસ અનેક પ્રકારની ક્રિડાઓ કરીએ છીએ. અમારા પિતા અમને જોઈતી વસ્તુ પૂરી પાડે છે અને અમારી રક્ષા કરે છે. નૈમિત્તિકે કહેલો અવધિ આજે જ પૂર્ણ થાય છે અને તે વખતે અમારા ભાગ્યોદયથી જ તમે અહીં પધાર્યા છો, તેથી અમે આકારાદિવડે ઓળખી શકીએ છીએ કે તમે જ અમારા થનારા પતિ ચંદ્રોદયકુમાર છો.”
કન્યાના આ પ્રમાણેનાં વચનો સાંભળી કુમાર મનમાં વિસ્મય પામ્યો. તે વખતે પણ પૂર્વોક્ત ગાથાના અર્થને વિચારતો તે હૃદયમાં પ્રમોદ પામ્યો અને વિચાર્યું કે–“અહો ! આ સંસારમાં વિધિનો વિલાસ ઘણો મોટો છે. વિધિના બળવડે દુર્ઘટ હોય તે અકસ્માત સુઘટ થાય છે અને સુઘટ હોય છે તે દુર્ઘટ થાય છે. કહ્યું છે કે–વિધિના બળથી સમુદ્ર અર્થાત્ જળ હોય છે ત્યાં સ્થળ થાય છે અને સ્થળ હોય છે ત્યાં જળ થાય છે. ધૂળ હોય ત્યાં પર્વત થાય છે અને પર્વત હોય ત્યાં સપાટ જમીન થઈ જાય છે. મેરુ મત્કણ (માંકડ) જેવો થાય છે અને મત્કણ મેરુ થાય છે. તૃણ વજરૂપ થાય છે અને વજ તૃણ પ્રાય થાય છે. અગ્નિ શીતલ થાય છે અને હિમ દહન કરે છે. દૈવની લીલાથી આનંદ કરતો હોય છે તે મહાસંકટમાં પડી જાય છે અને સંકટમાં પડેલાનો ઉદ્ધાર થઈ જાય છે. તેથી તેવા બળવાનું દૈવને નમસ્કાર થાઓ. જે તત્કાળ અસાધ્યને સાધે છે, સુસાધ્ય છતાં સાધી શકાતું નથી, વિપરીત હોય તે અનુકૂળ થાય છે અનુકૂળ હોય તે વિપરીત થાય છે–આ બધું વિધિનું જ વિલસીત છે.”
આ પ્રમાણે વિચારીને તે મૌન ધારણ કરી બેઠો, તેથી તે કન્યા બોલી કે–હે ભાગ્યનિધિ મનુષ્ય ! સાંભળો. નિમિત્તિઓની કહેલી સાડા છ મહિનાની અવધિ આજે જ પૂર્ણ થઈ છે અને તે વખતે જ તમારું આગમન થયું છે. આજે જ લગ્નનો દિવસ છે તેથી તમે અમારી સાથે પાણિગ્રહણ કરો.' કન્યાના આ પ્રમાણે કહેવાથી ચંદ્રોદયકુમારે પૂર્વે તૈયાર કરી રાખેલી સામગ્રીવડે તે પાંચે કન્યાની સાથે પાણિગ્રહણ કર્યું. તેટલામાં તો નથી કન્યા અને નથી પ્રાસાદપોતે એકલો જમીન ઉપર ઊભો છે. આ પ્રમાણે તેણે જોયું, એટલે બહુ જ આશ્ચર્ય પામીને વિચારવા લાગ્યો કે-“આ તે શું ઈન્દ્રજાળ હતી કે સાચું હતું? પાંચ કન્યાઓ ક્યાં ગઈ? સાત માળનો આવાસ ક્યાં ગયો? આ તો ક્ષણમાત્રમાં સ્વપ્નની જેવું થઈ ગયું.” આ પ્રમાણે વિચારતો તે પોતાના રથ પાસે ગયો તો ત્યાં રથમાં પોતાની સ્ત્રીને ન જોઈ. તેથી અત્યંત વિષાદ પામીને તે વિચારે છે કે– હા હા ! આ શું ? મારી પ્રિયા ક્યાં ગઈ ? આમ વિચારતો તે વનમાં ભમવા લાગ્યો અને પ્રિયાને શોધવા લાગ્યો. એટલામાં તેણે એક ઊંચા તોરણો અને સ્તંભોથીમંડિત સુવર્ણરત્નથી મનોહર શ્રીજિનપ્રતિમા સહિત એક શ્રીજિનમંદિર જોયું. મંદિરમાં પ્રવેશ કરતાં ભવસમુદ્રમાં આલંબનભૂત શ્રીયુગાદિનાથને જોઈને તે પરમાત્માને નમસ્કાર કરવા માટે અંદર ગયો. પછી પ્રભુને નમસ્કાર કરી, પૂજા કરીને તે તેમના ધ્યાનમાં સ્થિત થયો. તેટલામાં
Page #204
--------------------------------------------------------------------------
________________
સતમ પલ્લવઃ
૧૮૫
ત્યાં મેઘવાહન નામનો વિદ્યાધર આવ્યો. તેની સાથે તેની પુત્રી નરમોહિની હતી.” તેનો ચંદ્રોદયકુમાર વર થશે.” એવું પૂર્વે તેને કોઈ નૈમિત્તિકે કહ્યું હતું. તે કન્યાએ પૂર્વે જોયેલ હોય તેમ ચંદ્રોદયને જોયો. પછી તે પોતાના પિતાની સાથે જિનપૂજા કરવા માટે પ્રવર્તમાન થઈ. એટલામાં સિંહનાદ વિદ્યાધરેન્દ્ર પણ પોતાની પાંચે પુત્રીઓ સાથે તે જિનાલયમાં આવ્યો. જિનેશ્વરના ધ્યાનમાંથી છૂટા થઈને ચંદ્રોદયે સિંહનાદ વિદ્યાધરને પૂછ્યું કે–“તમે કયાંથી આવ્યા ? ને તમને તમારી પાંચ કન્યાઓ ક્યાંથી મળી ?” સિંહનાદ બોલ્યો કે– હું આ પાંચે કન્યાઓનો પિતા છું. હવે એ કન્યાઓનો સંબંધ કહું છું તે હે ચંદ્રોદયકુમાર ! તમે સાંભળો -
" પૂર્વે વનમાં તમે સમરવિજયને જે જીત્યો હતો તેના કમળ અને ઉત્પલ નામના બે પુત્ર છે. તેમાંના કમળે તમારા રથમાંથી ભુવનશ્રીનું હરણ કર્યું. તેને લઈને તે વૈતાદ્યપર ગયો છે. બીજા ઉત્પલે તમને પ્રાસાદમાંથી ભૂમિપર મૂક્યા, પ્રાસાદને અદશ્ય કરી દીધો અને મારી પાંચ પુત્રીને લઈ હું અહીં આવ્યો.” આ પ્રમાણે સાંભળીને ચંદ્રોદય કુમાર પોતાના મનમાં હર્ષિત થયો. તે વખતે મેઘવાહન વિદ્યાધરે કુમારને કહ્યું કે–“હે કુમારેંદ્ર ! સાંભળો. પૂર્વે કોઈ નિમિત્તિયાએ મારી પુત્રી નરમોહિનીના વર તમે થશો એમ કહેલું છે. તમને અહીં જાણીને હું મારી પુત્રીને લઈને અહીં આવ્યો છું, તો હવે તે નિમિત્તિયાનું વચન સત્ય કરો અને મારી પુત્રીનું પાણિગ્રહણ કરો.” કુમારે તે વાત સ્વીકારી અને નરમોહિની સાથે તરત જ ત્યાં પાણિગ્રહણ કર્યું. પુણ્યવંત પુરુષો જ્યાં જાય છે ત્યાં તે સંપત્તિને પામે છે.”
ત્યારબાદ પરમાત્માને નમીને સિંહનાદ વિદ્યાધરેંદ્રના આગ્રહથી તેની સાથે જ પ્રિયા સહિત વિમલપુરમાં આવ્યો. ત્યાં તેનો મહોત્સવપૂર્વક પ્રવેશ કરાવવામાં આવ્યો. પછી સિંહના પોતાની પાંચ પુત્રીઓનો વિવાહ મહોત્સવ ઘણા વિસ્તારથી કર્યો અને કરમોચન વખતે જમાઈને પોતાનું અડધું રાજય આપ્યું. વળી પોતાની પાસે હતી તે બધી વિદ્યાઓ આપી. કુમારે તે સાધી લીધી તેથી ચંદ્રોદય ભૂચર મટીને ખેચર થયો. પોતાના બન્ને પુત્રોની વિપરીત હકીકત જાણીને લજ્જા પામતો સમરવિજય ચંદ્રોદય પાસે આવ્યો અને મહાઉન્નતિવાળા તેને પગે લાગ્યો. ભુવનશ્રી તેને સોંપીને તેણે પોતાના પુત્રોના અપરાધની ક્ષમા માંગીને પુત્રોએ કરેલા વિરોધ અને વૈરનું નિવારણ કર્યું. ચંદ્રોદયના પુણ્ય પ્રભાવથી ઘણા વિદ્યાધરો આવીને તેની સેવા કરવા લાગ્યા. ત્યાં સુખભોગ ભોગવતો તે કુમાર કેટલાક વર્ષો સુધી રહ્યો. એ રીતે પરદેશમાં કૌતુકથી તેના સાતસો વર્ષ વ્યતીત થયા અને તે આઠ કન્યાઓ પરણ્યો.
એક વખત રાત્રિના પાછળના છેલ્લા પ્રહરે તે જાગ્યો. તેથી તેને પોતાનું રાજ્ય યાદ આવ્યું અને ત્યાં જવાનો વિચાર કર્યો. પછી કમળમાળાને બોલાવીને સર્વ પ્રિયાઓ અને વિદ્યાધરોના સૈન્ય સાથે તે પોતાના નગરે આવ્યો. પુષ્પચૂલ રાજા પોતાના પુત્રનું ઘણે કાળે આગમન સાંભળીને તેને મળવા ઉતાવળા થયા અને ત્વરિતપણે તેની સન્મુખ ગયા. અનેક વિદ્યાધરીઓ સાથે વિવાહ કરનાર અને વિદ્યાધરોના સૈન્યસંયુક્ત તેમજ પુષ્કળ લક્ષ્મીયુક્ત એવા પોતાના પુત્રને વિમાનમાં બેસીને આવતો જોઈ તે ઘણા ખુશ થયા. વિમાન આકાશમાંથી નીચે ઉતર્યું ત્યારે ચંદ્રોદયકુમાર તેમાંથી ઊતરીને હર્ષના આંસુ મૂકતો પોતાના પિતાના ચરણમાં પડ્યો.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય પિતાએ તેને આલિંગન કર્યું. તેની સાથે પ્રિયાઓ પણ સસરાને પગે લાગી પછી અનેક સ્ત્રીઓથી ગવાતા, બંદીજનોથી સ્તવાતા અને અનેક પ્રકારના વાજીંત્રો વાગતાં પુષ્પચૂલ રાજાએ પુત્રને નગરમાં પ્રવેશ કરાવ્યો. માતાને પગે લાગ્યો અને સર્વ પુત્રવધૂઓ પણ સાસુને પગે લાગી આશીર્વાદ લીધા પછી કુમાર પોતાના આવાસમાં આવીને પોતાની પ્રિયાઓ સાથે રહ્યો અને સાથે આવેલા વિદ્યાધરોને સન્માન આપીને વિદાય કર્યા.
ભાગ્યશાળી એવા ચંદ્રોદયકુમારને તેના પિતાએ યુવરાજપદ આપ્યું અને રાજ્યની બધી ચિંતા તેની ઉપર સ્થાપિત કરી, એક દિવસ તે નગરીના ઉદ્યાનમાં મુનિર્વાદથી પરિવરેલા ચંદ્રસમાન ઉજ્વળ ભુવનચંદ્રસૂરિ નામના કેવળી ભગવંત પધાર્યા. પુષ્પચૂલ રાજા તેમનું આગમન સાંભળીને પુત્રાદિ પરિવાર સહિત તેમને વંદન કરવા માટે ઉદ્યાનમાં આવ્યા અને ત્રણ પ્રદક્ષિણા આપીને તેમણે મુનીશ્વરને વાંદ્યા. ત્યારબાદ પ્રમાદ ત્યજીને હાથ જોડીને તેમની પાસે બેઠા. કેવલી ભગવંતે પાપનો નાશ કરનારી દેશનાનો પ્રારંભ કર્યો.
ભો ભવ્યો ! સમ્યગુ પ્રકારે મનને સ્થિર કરીને સાંભળો. મનુષ્યપણું, આર્યદેશ, ઉત્તમકુળ, આરોગ્યતા, દીર્ધાયુ ઇત્યાદિ સામગ્રી ધર્મસાધનને માટે પ્રાપ્ત થવી તે અતિ દુષ્કર છે. કહ્યું છે કે–દોડો ભવે પણ દુર્લભ એવા મનુષ્યભવને પામીને જે પ્રાણી આત્મહિત કરતો નથી તે મનુષ્ય જન્મને વૃથા હારી જાય છે. તું પારકા છિદ્રને જો નહીં, પારકા વૈભવની ઇચ્છા કર નહીં, પરને પીડાકારી તેમજ કડવું ક્રૂર વચન પણ બોલ નહીં. અહો ! આ સંસારમાં સુખ જ નથી. સુખી ગણાતા જીવો પણ અનેક પ્રકારે દુઃખ પામે છે. જુઓ ! બળસાર મહીપાલ પોતાના પુત્રના બાલ્યાવસ્થાના તીવ્ર દુઃખો જોઈને સંસારવાસથી ખેદ પામ્યા હતા.” તે સાંભળીને સભાજનો બોલ્યા કે–“હે પ્રભુ ! તે બળસાર રાજા કોણ હતા?” કેવળી ભગવંતે કહ્યું કે–બતે બળસાર રાજાનો સંબંધ હું કહું છું તે સાંભળો :
|બળસાર રાજાની કથા લીલાપુર નામના મનોહર નગરમાં બળસાર નામે રાજા હતો. તેને પતિના પ્રેમમાં વૃદ્ધિ કરનારી લીલાવતી નામે પ્રિયા હતી. તેને પુત્ર થતો ન હોવાથી તે અત્યંત દુઃખી હતી અને નિરંતર સંતાનની ઇચ્છા કરતી હતી, પરંતુ કર્મયોગે તેને પુત્ર થતો નહોતો. એક વખત મધ્યરાત્રીએ રાજા જાગૃત થયો તે સમયે તેણે દિવ્યધ્વનિવડે મનોહર અને મધુર ગીત સાંભળ્યું, મૃદંગ, વાંસળી, વીણા, તાળ, દુંદુભિ વગેરેના શબ્દો સંભળાયા. તે સાંભળીને રાજા વિચારવા લાગ્યો કે-“આ દિવ્ય નાટક ક્યાં થાય છે ?” ત્યારબાદ રાજા શયામાંથી ઉઠીને તે શબ્દને અનુસારે ચાલ્યો. દૂર જતાં તેણે શ્રી શાંતિનાથ સ્વામીનો પ્રાસાદ જોયો કે જ્યાં આ ગીતનૃત્યાદિ થતું હતું. રાજાએ પ્રભુની પાસે ગાતા અને નૃત્ય કરતા વિદ્યાધરોને જોયા. રાજા તે સંગીતમાં તલ્લીન બનીને ત્યાં જ ઊભો રહ્યો. ક્ષણવારમાં તો નાટક કરીને તે વિદ્યાધરો ચાલ્યા. ત્યારે તેમને ત્યાં આવતા વિદ્યાધરો સામા મળ્યા. તેઓને પૂર્વનું વૈર હોવાથી પરસ્પર યુદ્ધ થયું. બળવડે યુદ્ધ કરતા કરતા તેઓ ત્યાંથી કેટલેક દૂર ગયા. તે વખતે નૃત્ય કરનારી એક વિદ્યાધરી બહાર નીકળી, બીજા વિદ્યાધરે તેને ઉપાડી તેથી તે વિલાપ કરવા લાગી. તેનો વિલાપ સાંભળીને
Page #206
--------------------------------------------------------------------------
________________
સતમ પલ્લવઃ
૧૮૭
બળસરિરાજા તેને છોડાવવા દોડ્યો. બળસાર રાજાએ તે વિદ્યાધરને હણીને વિદ્યાધરીને પાછી વાળી. પણ બળસારને શરીરે તે યુદ્ધમાં કેટલાક પ્રહારો વાગ્યા. અહીં તે વિદ્યાધરીનો સ્વામી તેના વૈરી વિદ્યાધરોને જીતીને ત્યાં આવ્યો. તેણે બળસારને વણસંરોહિણી ઔષધિવડે સજજ કર્યો. બળસાર રાજાએ તેમને પૂછ્યું કે તમે કોણ છો ?' તેથી તેણે કહ્યું કે-“હે ઉત્તમ પુરુષ ! હું વૈતાઢ્ય પર રહેનારો ચંદ્રશેખર નામનો ખેચરોનો અગ્રણી છું. આ ચૈત્યમાં હું મારા પરિવાર સાથે યાત્રા કરવા આવ્યો હતો. હું પૂજા કરીને અને નૃત્ય કરીને અહીંથી પાછો વળ્યો. તેટલામાં મને મારો વૈરી સામો મળ્યો. પૂર્વના વૈરથી તેની સાથે મારો સંગ્રામ થયો અને તેમાં મે તેને હણ્યો આ મારી ભાર્યા છે કોઈએ તેનું અપહરણ કર્યું હતું. તેનું રક્ષણ કરીને તમે મારી ઉપર મોટો ઉપકાર કર્યો છે. તમારા આવા સત્કર્મથી હું તમારા પર પ્રસન્ન થયો છું. તેથી આ પુત્રાદિ ઇચ્છિતને આપનારી એક ઔષધિ આપું છું તે ગ્રહણ કરો.” આ પ્રમાણે કહી ઔષધિ આપીને તે ખેચર શીધ્રપણે સ્વસ્થાનકે ગયો અને બળસાર રાજા પોતાને સ્થાને આવ્યો.
તે ઔષધિના પ્રભાવથી લીલાવતીને એક પુત્ર થયો યત્નથી લાલનપાલન કરાતો તે પુત્ર વૃદ્ધિ પામ્યો. તે એક વર્ષનો થયો ત્યારે તેના શરીરમાં જવર, શૂળ, શીર પીડા, કાસ, મૂત્રકૃચ્છ વગેરે અનેક મહાવ્યાધિઓ ઉત્પન્ન થયા. પુત્રને રોગોવડે પીડાતો જોઈને રાજાએ અનેક વૈદ્યોને નિમંત્રીને તેના શરીરની ચિકિત્સા કરાવી. વૈદ્યોએ અનેક પ્રકારના ઉપચારો કર્યા પરંતુ તેને યત્કિંચિત્ પણ ગુણ થયો નહીં. તેથી જળવિનાના મલ્યની જેમ તે જરાપણ શાંતિ પામ્યો નહીં પુત્રને રોગથી અત્યંત વ્યાપ્ત જોઈને તેના માતાપિતા પણ મોહથી મોહિત થયેલા હોવાથી મહાપીડારૂપ સમુદ્રમાં પડ્યા. અનેક વૈદ્યોએ સેંકડો ઔષધિઓવડે તે રાજપુત્રની ચિકિત્સા કરી પણ વ્યાધિ લેશ પણ શમી નહીં અને પરિણામે તે મૃત્યુ પામ્યો પુત્રના મૃત્યુથી પ્રિયાયુક્ત રાજા મહાદુઃખી થયો.
એક વખત કોઈ જ્ઞાની ભગવંતને રાજાએ પૂછ્યું કે– મારો પુત્ર આવો અલ્પાયુ કેમ થયો?” જ્ઞાની ભગવંતે કહ્યું કે-“હે રાજન્ ! આ બાળકે પૂર્વભવે મિથ્યાત્વવડે તાપસવ્રત ગ્રહણ કર્યું હતું. તે કંદમૂળાદિનો ભોજી અને બહુ આરંભ કરનારો તેમજ અણગળ પાણીથી સ્નાન-તર્પણ કરવામાં તત્પર હતો. (ઇતરદર્શનમાં) કહ્યું છે કે :-કૈવર્ત (ચંડાળ) એક વર્ષમાં જેટલું પાપ બાંધે તેટલું પાપ અણગળ જળ વાપરનાર એક દિવસમાં બાંધે છે.” જે મનુષ્ય સર્વ કાર્ય ગળેલા પાણી વડે કરે છે તે મુનિ છે, મહા સાધુ છે, યોગી છે અને મહાવ્રતી છે. તેણે અજ્ઞાનવડે જળચરાદિ અનેક જીવોનો ઘાત કર્યો તેથી તે અલ્પાયુ બાંધી તમારો પુત્ર થયો. “દીર્ધાયુ જીવદયાવડે જ બંધાય છે.” દીર્ઘ આયુ, શ્રેષ્ઠ રૂપ, આરોગ્ય, શ્લાઘનીયપણું, એ સર્વ અહિંસાના ફળ છે વધારે શું કહું? અહિંસા સર્વ વાંછિતને આપનારી છે. હિંસાત્યાગ વિના ઇંદ્રિયદમન, દેવગુરુની સેવા, દાન, અધ્યયન અને તપ એ સર્વ નિષ્ફળ છે.”
આ પ્રમાણે ગુરુની વાણી સાંભળીને રાજા વિચારવા લાગ્યો કે ખરેખર મિથ્યાત્વ સંસારવૃદ્ધિનું કારણ છે કે જેથી પુણ્યબુદ્ધિથી કાર્ય કરીને પણ જીવ પાપ ઉપાર્જન કરે છે. મારો - પુત્ર મનુષ્યજન્મ અને સલ્ફળ પ્રાપ્ત કરવા છતાં પણ મિથ્યાત્વથી કરેલી હિંસાને કારણે અલ્પાયુ
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શ્રી ધર્મલ્પદ્રુમ મહાકાવ્ય થયો, વધુ જીવિત પામ્યો નહીં. આ પ્રમાણે વિચારીને સંસાર પ્રત્યે વૈરાગ્ય થવાથી રાજાએ રાજ્યાદિક સર્વ ત્યજીને ચારિત્ર અંગીકાર કર્યું અને તીવ્ર તપ તપી, ચારિત્ર પાળીને પ્રાંતે શિવસુખનું ભાજન થયો.
આ પ્રમાણે બાળસાર રાજાની કથા ભાવપૂર્વક સાંભળીને પુષ્પચૂલ રાજાએ પુનઃ કેવળીમુનિને પૂછયું કે– હે ભગવન્! વનમાં ક્રીડા કરવા જતાં આ મારા પુત્ર ચંદ્રોદયને કોણે હર્યો હતો?” કેવળી ભગવંતે કહ્યું કે– નરેંદ્ર ! તમારા પુત્રનો પૂર્વભવનો વૃત્તાંત હું કહું છું તે તમે સાંભળો -
ચંદ્રોદયકુમારનો પૂર્વભવ મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં વિપુલાપુરી નામની નગરી છે. ત્યાં પરસ્પરની પ્રીતિવાળા બે વણિક ભાઈઓ હતા. તે બેમાં મોટા ભાઈની સ્ત્રી પતિના પ્રેમમાં બહુ આસક્ત હતી. તે મહામોહને કારણે ક્ષણમાત્ર પણ પતિનો વિરહ સહન કરી શકતી નહોતી. એક વખત કોઈક કાર્ય અર્થે મોટો ભાઈ રામાંતરે ગયો હતો, તે વખતે નાના ભાઈએ પોતાની ભાભીને હાસ્યમાં કહ્યું કે–“મારા મોટા ભાઈને માર્ગમાં કોઈ શત્રુએ હણી નાખ્યા છે.” આ વાક્ય સાંભળતાં જ તેની ભાભી વિરહથી વ્યાકુળ થઈને તત્કાળ મરણ પામી. તે જોઈને નાના ભાઈને અત્યંત પશ્ચાત્તાપ થયો કે-“આ મેં ભારે દુષ્કૃત કર્યું, મને વૃથા સ્ત્રીહત્યાનું પાપ લાગ્યું. આ પ્રમાણે તે પોતાના આત્માની નિંદા કરવા લાગ્યો. ભાભીનો અગ્નિસંસ્કાર કરીને હૃદયમાં દુઃખને ધારણ કરતો તે વડીલબંધુના આગમનની રાહ જોવા લાગ્યો. કેટલેક દિવસે મોટો ભાઈ આવ્યો તેણે પોતાની સ્ત્રીના મરણની અને નાના ભાઈના હાસ્યની વાત પણ સાંભળી. તેને બંધુ ઉપર ઘણો ક્રોધ આવ્યો. લઘુ બંધુએ ઘણા પ્રકારે તેની પાસે ક્ષમા માંગી તો પણ તેનો ક્રોધ શમ્યો નહીં. તેથી સ્ત્રીવિરહના દુઃખથી અને બંધુપરના ક્રોધથી તે તાપસ થયો.
તાપસપણામાં અનેક પ્રકારનો બાળતપ કરીને તે અસુરજાતિનો દેવ થયો. નાનાભાઈએ સંવેગ પામવાથી જૈનદીક્ષા અંગીકાર કરી. એક વખત પૃથ્વી પર વિચરતાં વૃત્તવૈતાઢ્યની પાસે તે એકરાત્રિની પ્રતિમા અંગીકાર કરીને મેરુની જેમ સ્થિર થઈ કાયોત્સર્ગે રહ્યા.
તે વખતે અસુરે કાયોત્સર્ગમાં સ્થિત તે મુનીશ્વરને જોયા. વૈર જાગૃત થવાથી તેણે તેમની ઉપર એક શીલા મૂકી. શીલાના પ્રહારથી ધર્મધ્યાનયુક્ત મુનિ મૃત્યુ પામીને ઈશાન દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી આવીને હે રાજનું! તે તમારા પુત્ર થયા છે. તે અસુર સંસારમાં ભમીને પાછો અસુર થયો. ક્રીડા કરતા કુમારને જોઈને પુનઃ તેનું વૈર જાગૃત થયું. તેથી તેણે તેનું અપહરણ કર્યું અને સમુદ્ર ઉપર લઈ ગયો. ફરી તે એકવાર તમારા પુત્રને ઉપસર્ગ કરશે. તે વખતે તમારા પુત્રના વચનથી તે પ્રતિબોધ પામશે અને તેનું વૈર શમી જશે. ચંદ્રોદયકુમારે પૂર્વભવમાં કરેલા ચારિત્રના પાલનથી અને તપના આચરણથી જે પુણ્ય ઉપાર્જિત કર્યું છે તેના . જ પ્રભાવથી તે સર્વત્ર અનેક પ્રકારની ઋદ્ધિ પામ્યો.”
આ પ્રમાણે ગુરુમુખે પૂર્વભવ સાંભળીને રાજા અને ચંદ્રોદયાદિ બીજાઓ શ્રાદ્ધધર્મ
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૯
સપ્તમ પલ્લવ અંગીકાર કરીને મુનિને નમી સ્વસ્થાને ગયા.
એ પ્રમાણે પૂર્વજન્મમાં હાંસીમાત્રથી બંધાયેલા કર્મ અને વૈરના ફળને જાણીને આત્માની નિંદા કરતો અને ચારિત્રાદિના ઉત્તમ ફળને જાણીને તેની અનુમોદના કરતો ચંદ્રોદયકુમાર ધર્મકાર્યમાં રક્ત બની દુરિતથી વિરક્ત બની મિત્રો સાથે ક્રીડા કરતો અને પ્રિયાઓ સાથે વિષયસુખને અનુભવવાપૂર્વક રાજયસુખને ભોગવતો હતો. ઇતિ શ્રી વીરદેશનામાં ધર્મરૂપ કલ્પવૃક્ષની ચોથી ભાવરૂપ શાખા ઉપર
ચંદ્રોદયની કથામાં સાતમો પલ્લવ સંપૂર્ણ
Page #209
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ પલ્લવ:
ધર્મ આ ભવમાં અને પરભવમાં સુખ આપનાર છે. ધર્મ અંધકારમાં સૂર્યસમાન છે. ધર્મ સારા મનવાળા જીવોની સર્વ આપત્તિને સમાવવા સમર્થ છે, ધર્મ અપૂર્વ વિધાન છે, અબાંધવનો બાંધવ છે, સંસારના વિસ્તૃત માર્ગમાં ધર્મ નિશ્ચલ મિત્ર તુલ્ય છે, સંસાર રૂપ વિષમ સ્થળમાં ધર્મ જ એક કલ્પવૃક્ષ સમાન છે, અન્ય કોઈ નથી.
શ્રીકેવળજ્ઞાની ભગવંતના વચનથી પુષ્પચૂલ વિશેષ પ્રકારે ધર્મકાર્ય કરવા લાગ્યો અને ન્યાયથી પ્રજાનું પ્રતિપાલન કરવા લાગ્યો. યાચકોથી ખવાતો તે રાજા પુષ્કળ દાન આપવા લાગ્યો. ચંદ્રોદયકુમાર પિતાની સેવા કરવા સાથે ધર્મકાર્યમાં વિશેષપણે તત્પર થયો. એક દિવસ તે પોતાના મહેલમાં પોતાની પ્રિયાઓની સાથે દોગંદક દેવની જેમ ક્રીડા કરવામાં પ્રવર્તેલો હતો તે સમયે કામદેવ સમા સ્વરૂપવાળા તે કુમારને જોઈને તેની એક અપરમાતા કામબાણથી અત્યંત પીડિત થઈ. કામથી વિહ્વળ થયેલી અને ત્યાકૃત્યને નહીં જાણનારી એ લજ્જા છોડીને કુમારની સાથે ભોગ ભોગવવાની અભિલાષાવાળી થઈ તેથી તેણે પોતાની એક ચતુર દાસીને બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું કે તું જઈને ચંદ્રોદયકુમારને મારી પાસે બોલાવી લાવ.” તે દાસીએ કુમાર પાસે જઈને કામચેષ્ટા સાથે કહ્યું કે– તમને કામાક્ષા રાણી તમારા રૂપથી મોહિત થઈને બોલાવે છે.” દાસીના કહેવાનો અભિપ્રાય સમજી જઈને કુમારે વિચાર્યું કે– “અહો ! ચપળ સ્ત્રીઓ લોકમાં જે અત્યંત વિરુદ્ધ કહેવાય તેવું કાર્ય પણ કરે છે. વિષયાસક્ત સ્ત્રી ગુપ્ત અંગોને પ્રગટ કરે છે અને લજ્જા, દાક્ષિણ્ય કે સૌજન્યને પણ ગણતી નથી.”,
આ પ્રમાણે વિચારીને તેણે દાસીને વારી કે–“અરે દાસી ! તું આ શું બોલે છે ? આમ બોલવું તને યોગ્ય નથી. હું પરનારીની સામું જોનારો નથી, તો આ તો મારી માતા છે, માટે જા, ચાલી જા.” આ પ્રમાણે નિર્ભત્સના કરીને કાઢી મૂકેલી દાસીએ રાણી પાસે જઈને તે વાત કરી. ઉપરાંત કહ્યું કે–‘તમારા મનમાં જે વાત છે તે તેના સ્વપ્નમાં પણ નથી.” આ પ્રમાણેની હકીકત બન્યા છતાં પણ કામાક્ષા રાણી ચંદ્રોદય ઉપરના રાગથી નિવર્તી શકી નહીં. તેથી તેણે કેટલાક દિવસ પછી પુનઃ દાસીને મોકલી, કુમારે પાછી મોકલી, તો પણ રાણીએ આશા મૂકી નહીં. કામ ખરેખર દુર્જય છે.” કહ્યું છે કે–આ અનંગ દુર્જય છે, કામની વેદના વિષમ છે, કામની વેદનાવાળો કૃત્યાકૃત્યને જાણતો નથી અને ભૂતગ્રસ્તની જેમ ભમ્યા કરે છે.” “કામ કળાકુશળને પણ વિડંબના પમાડે છે, પવિત્રતાના આડંબરવાળાની હાંસી કરે છે પંડિતને વિકળ કરે છે અને ધીરપુરષને પણ ક્ષણમાં નમાવે છે. મકરધ્વજ દેવની શક્તિ અચિંત્ય છે. વળી કેટલાક દિવસ પછી તેણે દાસીને મોકલી. કુવ્યસનીનો નિષેધ કરવા છતાં પણ રહેતા નથી.”
Page #210
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ પલ્લવ
૧૯૧
ચંદ્રોદયે વિચાર્યું કે–“અહો ! અત્યારે મારા પર વિધિની વક્રતા જણાય છે, માટે હમણા અહીં રહેવું યોગ્ય નથી, અહીં રહેવાથી વખતે કલંક આવવાનો ભય છે, તેથી હાલ તો થોડા દિવસ મારા પિતાશ્રી ન જાણે તેમ અહીંથી નીકળીને પરદેશ જાઉં. આ નિમિત્તે પૃથ્વી પરના કેટલાક કૌતુકો પણ જોવાશે.” આ પ્રમાણે વિચારી દાસીને પાછી વાળીને તે રાત્રે જ તે ત્યાંથી નીકળી ગયો.
વાયુવેગે ચાલતાં તેણે કેટલોક પંથ પસાર કર્યો. આગળ ચાલતાં એક અરણ્યમાં કોઈક કપટી હૃદયવાળો બ્રાહ્મણ તેને મળ્યો. તે બ્રાહ્મણ નિર્ગુણી, અતિ નિઃસ્નેહી અને વાચાળતામાં શિરોમણિ હતો, તેથી તેણે પ્રિય વાક્યો વડે કુમારના હૃદયને અને મનને વશ કરી લીધું. બન્ને પથિક હોવાથી બન્નેને મિત્રતા થઈ, તેથી પરસ્પર અનેક પ્રકારની વાર્તા કરતા કરતા તેઓ માર્ગે ચાલવા લાગ્યા.
એટલામાં તે મહાઅરણ્યમાં ચોરોની ધાડ પડી, કુમારે તેને જીતી લીધી અને નિર્વિઘ્નપણે તેઓ ક્ષમાપુરી પાસે પહોંચ્યા. તે નગરીના બહારના ઉદ્યાનમાં વિશ્રામ કરવા બેઠા. ત્યાં સિદ્ધકૂટ નામના પર્વતના શિખર ઉપર વિશ્વેશ્વર નામનો એક સિદ્ધપુરુષ રહેતો હતો. તેણે ચંદ્રોદયને જોઈને કહ્યું કે “અહો ! ભાગ્યવંતોમાં મુખ્ય ! ભાગ્ય-સૌભાગ્યવડે સુંદર ! તમારા પુણ્યથી હું તમારી ઉપર તુષ્ટ્રમાન્ થયો છું, તેથી તમને સિદ્ધવિદ્યાઓ આપવા ઇચ્છું છું. મારી પાસે ત્રણ સુવિદ્યાઓ છે કે જે મહાપુણ્યથી જ પ્રાપ્ત થઈ શકે તેમ છે. મારું આયુષ્ય અલ્પ છે, તેથી તે તમને આપવા ઇચ્છું છું એ અંગે મેં વિદ્યાદેવીને પૂછ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે–તમારે તે વિદ્યા ચંદ્રોદયને આપવી.” તેથી હું તમને આપું છું. તે ત્રણે વિદ્યાનું મહાભ્ય આ પ્રમાણે છે.
આ પહેલી વિદ્યા સ્વર્ણપ્રદા–સ્વર્ણને આપનારી છે, બીજી જયદા યુદ્ધમાં જય આપનારી અને વૈરી વર્ગનો વિનાશ કરનારી છે અને ત્રીજી ત્રિકાળજ્ઞા છે. તમે હોમજાપાદિ સહિત તેની સાધના કરીને એ ત્રણે વિદ્યા ગ્રહણ કરો. પછી તે સિદ્ધપુરુષે સાંનિધ્ય કર્યું અને કુમારે વિદ્યા સાધવાનો પ્રારંભ કર્યો. ત્રણે વિદ્યા અલ્પ પ્રયાસવડે સિદ્ધ થઈ અને તેણે કુમારને ત્રણ વર આપ્યા. ભાગ્યવંત મનુષ્યો જ્યાં જાય છે ત્યાં તેને સંપત્તિ પ્રાપ્ત થાય છે અને નિર્ભાગી જ્યાં જાય ત્યાં પગલે પગલે આપત્તિ આવે છે.” કુમારે તે વિદ્યાગુરુને નમસ્કાર કરી અંજલિ જોડીને કહ્યું કેહે વિભુ ! તમારા પ્રસાદથી સ્વલ્પ સમયમાં મને વિદ્યાઓ સિદ્ધ થઈ છે.” તે વખતે પેલો બ્રાહ્મણ બોલ્યો કે- સ્વામિનું! કૃપા કરીને મને પણ કાંઈક આપવા કૃપા કરો.” એટલે તે સિદ્ધપુરુષ બોલ્યા કે-“અહો ! આ બ્રાહ્મણ સર્વથા અયોગ્ય છે. મુખે મિષ્ટ અને હૃદયમાં દુષ્ટ એવા માણસને વિદ્યા આપવી નહીં. આ બ્રાહ્મણ પણ તેવો છે. તેથી તેને વિદ્યા આપવી તે અનર્થકારી છે. આ પ્રમાણે સિદ્ધપુરુષે કહેવા છતાં પણ કુમારે આગ્રહ કરીને તેને શ્રેષ્ઠ વિદ્યાઓ અપાવી. ‘ઉત્તમ પુરુષો નિરંતર ઉપકારી જ હોય છે.”
બ્રાહ્મણે ગુરુએ બતાવેલ વિધિ પ્રમાણે તે વિદ્યાઓ સાધી. પરંતુ તેનું ચિત્ત અપવિત્ર હોવાથી તે સિદ્ધ થયેલી વિદ્યા પણ નહીં સિદ્ધ થયેલા જેવી થઈ.
હવે કુમાર ત્યાંથી બ્રાહ્મણ સહિત આનંદપુરે આવ્યો અને ત્યાં ચંદ્રસેના નામની વેશ્યાને
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શ્રી ધર્મલ્પદ્રુમ મહાકાવ્યો ત્યાં રહ્યો. કુમાર નિરંતર વિદ્યાના પ્રભાવવડે જ સર્વ કાર્ય કરે છે અને સેવકોની તથા વાચકોની ઇચ્છા પૂરે છે. પેલો બ્રાહ્મણ નિષ્ફળ વિદ્યાવાળો થવાથી તે વિદ્યાને અને ગુરુને હસતો તેમજ ગુરુની નિંદા કરતો બીજે સ્થળે ચાલ્યો ગયો.
ચંદ્રોદયકુમાર આનંદપુરમાં રહીને પોતાના સગુણો વડે ઘણા જનોના દિલનું રંજન કરવા લાગ્યો. તે નગરમાં મતિતિલક નામના મહર્તિક મંત્રીશ્વર વસતા હતા. તેને નામથી અને ગુણથી શ્રીનિવાસ નામનો પુત્ર હતો. તેને ચંદ્રોદયની સાથે ગાઢ મિત્રતા થઈ. એક વખત તે બન્ને મિત્રો વનમાં કોઈ દેવકુળમાં ગયા. ત્યાં ક્રિડા કરીને વાતચીત કરવા આનંદથી બેઠા. તેટલામાં નગરમાં મોટો કોલાહલ થયો. તેથી તેનું કારણ જાણવા માટે કુમારે માણસોને મોકલ્યા. તેમણે ગામમાં જઈ આવીને કુમારને કહ્યું કે-“આ નગરમાં સૂરસિંહ નામનો પરાક્રમી રાજા છે. તેને પ્રાણથી પણ અતિ વલ્લભ બંધુમતી નામે પુત્રી છે, તેણે રૂપવડે દેવાંગનાઓને અને ગુણોવડે લક્ષ્મીને પણ જીતી છે. તે આજે મહેલના ગવાક્ષમાં બેઠી હતી. તેટલામાં કોઈને ખબર ન પડે કે તેમ તેનું કોઈએ અકસ્માતું અપહરણ કર્યું છે. તેથી નગરમાં મોટો કોલાહલ થઈ રહ્યો છે.”
આ પ્રમાણે સાંભળીને કુમારે પોતાના મનમાં વિચાર્યું કે- હું નગરમાં છું છતાં કોણ તેને હરી ગયું? કોણે એવી હિંમત કરી ?' આમ વિચારીને તે બોલ્યો કે– હું અહીં હોવા છતાં રાજપુત્રીને કોઈ હરી જાય તે યોગ્ય નથી, પણ શું કરું? અહીં મને કોઈ જાણતું નથી તેમ ઓળખતું પણ નથી.” આ પ્રમાણે કહીને મિત્ર સહિત તે શહેરમાં આવ્યો. '
સૂરસિંહ રાજાએ પુત્રીની સર્વત્ર શોધ કરાવી, પરંતુ કોઈ જગ્યાએથી તેની શુદ્ધિ મળી શકી નહીં, વાત પણ સાંભળવામાં આવી નહીં. તેથી તેના વિયોગની અત્યંત પીડાથી રાજા પીડિત થયો અને દુઃખસમુદ્રમાં પડ્યો. રાજાને આવી રીતે અત્યંત દુઃખી થયેલ જાણીને મંત્રીપુત્ર તેમની પાસે જઈને બોલ્યો કે- સ્વામિન્ ! અહીં કોઈ એક વિદ્યાવાનું વિદેશી મનુષ્ય આવેલો છે, તે ઘણો જ્ઞાનવાનું છે. વળી નિદ્રવ્ય છતાં પુષ્કળ દ્રવ્યનો વ્યય કરે છે અને નિરંતર પારકા દુઃખોને દૂર કરે છે. સર્વને વાંછિત આપે છે. તે આનંદી છે, ગુણના સમુદ્ર જેવો છે, દાતા છે, ભોક્તા છે. સિદ્ધપુરુષની જેમ અતિવેત્તા છે. તેની સાથે હે નરાધિપ ! મારે પણ ગાઢ મિત્રાચારી છે. તેથી આપનો હુકમ હોય તો તેને બોલાવીને રાજપુત્રી સંબંધી પૂછીએ.” આ હકીકત સાંભળીને રાજા બહુ ખુશ થયો. તેથી તરત જ પ્રધાનપુરુષોને તેને તેડવા મોકલ્યા. તેઓ એક શણગારેલા હાથીને સાથે રાખી કુમારને તેડવા ગયા. તેમની વિનંતી કુમારે સ્વીકારી, તેથી કુમારને સાથે લાવેલા હાથી ઉપર બેસાડી વાજીંત્રાદિ ઉત્સવપૂર્વક તેઓ રાજા સમીપે લઈ ગયા. રાજમહેલ પાસે આવતાં હાથી ઉપરથી ઊતરી સૌ રાજા પાસે ગયા રાજાએ ઊભા થઈ સામા જઈને ચંદ્રોદયને માન આપ્યું. આલિંગન આપવાપૂર્વક મળ્યા અને કુશળવાર્તા પૂછી. કુમાર રાજા પાસે બેઠો. પછી રાજાની આજ્ઞાથી તે મંત્રીપુત્રે કુમારને કહ્યું કે-“હે મિત્ર ! અમારા રાજાની બંધુમતી નામે શ્રેષ્ઠ પુત્રી છે, તેનું આજે અકસ્માતુ કોઈ અપહરણ કરી ગયું છે. તે સંબંધી તજવીજ કરતાં કોણ હરી ગયું છે? તેનો પત્તો લાગતો નથી, તો આપ જ્ઞાનવડે જાણીને તેનું સ્વરૂપ કહો.”
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૯૩
અષ્ટમ પલ્લવઃ
આ પ્રમાણેની હકીકત સાંભળીને ચંદ્રોદયકુમાર વિચારે છે કે –“જે માણસ શક્તિ હોવા છતાં સંકટમાં પડેલા મનુષ્યોનો ઉદ્ધાર કરતો નથી તેને મનુષ્ય કેમ કહીએ ? ઉત્તમપુરુષ તો પોતાના પ્રાણવડે પણ પરોપકાર કરે છે. કેમકે પરોપકાર મહાપુણ્યરૂપ છે. ઉત્તમ મનુષ્ય અવસરે પોતાના જીવિતને તેમજ ધનને તૃણવત્ ગણી તેને તજવા પડે તો તજીને પણ પરનું રક્ષણ કરે છે, એમાં સંશય નથી.” આ પ્રમાણે વિચારીને કુમારે ત્રીજી ત્રિકાળજ્ઞા વિદ્યાની અધિષ્ઠાયિકા દેવીનું સ્મરણ કરીને તેનાથી રાજપુત્રીનું સર્વ સ્વરૂપ જાણ્યું. પછી તેણે રાજાને કહ્યું કે-“હે નરાધિપ ! આ કાર્ય કષ્ટ સાધ્ય છે, પરંતુ તમારી પ્રાર્થના હું નિષ્ફળ કેમ કરું ? તેથી દશ દિવસમાં હું આપની પુત્રીને લાવી આપીશ. જો તેટલી મુદતમાં નહીં લાવી આપું તો અગ્નિમાં પ્રવેશ કરીશ. આ પ્રમાણે હું પ્રતિજ્ઞા કરું છું.” કુમારનું સત્ત્વ જોઈને પોતાના કાર્યની સિદ્ધિ થવાનો નિશ્ચયસંભવ માની રાજા હર્ષિત થયો અને સન્માનપૂર્વક તેને સ્વસ્થાને જવાની રજા આપી.
પછી ચંદ્રોદયકુમારે રાજપુત્રીનું સમ્યફ સ્વરૂપ જાણવા માટે ત્રિકાળજ્ઞા દેવીનું આરાધન કર્યું. એટલે તે દેવી પ્રત્યક્ષ થઈને બોલી કે–“હે કુમારેંદ્ર ! વૈતાઢ્ય પર્વત ઉપર ગંધસમૃદ્ધ નામના નગરમાં મણિકિરિટ નામનો વિદ્યાધર શિરોમણિ રાજા રાજ્ય કરે છે. નંદીશ્વરની યાત્રા કરીને પાછા આવતાં તેણે અહીં આકાશમાંથી અત્યંત રૂપવતી તે બંધુમતીને જોઈ. તેને જોતાં જ તે મોહ પામ્યો. તેથી તેને હરીને તે ઉતાવળો સ્વસ્થાને ચાલ્યો ગયો છે. હમણાં તે ગંગાના . કિનારા ઉપર ધવલકૂટ નામના પર્વત ઉપર છે અને તે કન્યાને પરણવાની સામગ્રી તૈયાર કરે છે, માટે હે ચંદ્રોદય ! તમે ઉઠો. આપણે બને ત્યાં જઈએ.” પછી ચંદ્રોદય તે દેવી સાથે ત્યાં ગયો અને વિવાહ સામગ્રી તૈયાર કરતા તે વિદ્યાધરને તિરસ્કારપૂર્વક બોલાવ્યો અને કહ્યું કે“અરે દુષ્ટ ! આ શું આવ્યું છે? અરે અજ્ઞાની ! શું તું આમ કરતાં લજ્જા પામતો નથી? તે પાપાત્માએ ચોરીવડે બીજાની કન્યાનું અપહરણ કર્યું છે તેથી તને અત્યારે પાપની શિક્ષા દેવો અને વિદ્યાધરોની સાક્ષીએ આપું છું.'. આ પ્રમાણે કહેવાથી તે વિદ્યાધર યુદ્ધ કરવા તૈયાર થઈ ગયો. બન્નેએ વિદ્યાના બળથી સૈન્ય વિકલ્ અને ઘોર યુદ્ધ થયું. પરિણામે જયદાયિની વિદ્યાના સાંનિધ્યથી તેણે તે ખેચરને જીતી લીધો, એટલે તે વિદ્યાધર માન તજીને ચંદ્રોદયના પગમાં પડ્યો અને ક્ષમા માગી. ચંદ્રોદયને કેટલાક દિવસ આનંદથી ત્યાં રાખીને દશમે દિવસે તેને કેટલાક વિદ્યાધરો સહિત રાજપુત્રીને લઈને આનંદપુર મોકલ્યો. બંધુમતી સહિત કુમારને આવતો જાણીને રાજાએ ઉત્સવપૂર્વક તેને નગરમાં પ્રવેશ કરાવ્યો. પછી રાજાએ કુમારને કહ્યું કે-“હે કુમાર ! તમારા જ્ઞાનની અને તમારા પરાક્રમની શું પ્રશંસા કરું ? અજ્ઞાનપણાથી ખેચરે રાજપુત્રીનું અપહરણ કરેલું તેને તમે પાછી લાવી દીધી છે.” પછી રાજાએ ચંદ્રોદયને ઉત્તમવર જાણીને પોતાની પુત્રી બંધુમતી તેની સાથે પરણાવી. ચંદ્રોદયકુમાર ત્યાં આનંદથી સુખભોગ ભોગવતો કેટલોક કાળ રહ્યો.
અહીં પુષ્પભદ્ર નગરમાં પુષ્પચૂલ રાજા પોતાના પુત્રને અકસ્માત્ ક્યાંક ગયેલો જાણીને હૃદયમાં અત્યંત દુઃખને ધારણ કરતો હતો. પુષ્પચૂલ રાજાએ પુત્રની શોધને માટે ચારેતરફ રાજપુરુષોને મોકલ્યા. તેઓ પૃથ્વી પર અનેક દેશ ગામ તેમજ નગરમાં શોધ કરતા ફરવા લાગ્યા.
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય કેટલાક કાળે કુમાર અહીં છે એવી હકીકત રાજાના જાણવામાં આવી, કારણકે તેના ગુણની સુગંધથી પૃથ્વી વાસિત થઈ ગયેલી હતી. “ભાગ્યાદિ સદ્દગુણોથી અલંકૃત મનુષ્ય શું છન્ન રહે છે?” કુમાર આનંદપુરમાં છે એમ રાજપુરુષો દ્વારા જાણીને રાજાએ પોતાના મંત્રીઓને ત્યાં તેડવા મોકલ્યા. અહીં આનંદપુરના રાજા સૂરસિંહે જમાઈને સ્વદેશમાં જવાના ઇચ્છુક જાણીને પોતાનું અડધું રાજય આપ્યું. તે સાથે દશ હજાર હાથી, લાખ ઘોડા, છ હજાર રથ અને પાંચ લાખ પાયદળ (પદાતી) આપ્યા, રાજભંડારમાંથી અર્ધ દ્રવ્ય આપ્યું. આ પ્રમાણે આપીને તેણે જમાઈને પોતાની પુત્રી સહિત તેના નગર તરફ પ્રસ્થાન કરાવ્યું.
માર્ગમાં સેંકડો વિદ્યાધરોથી પગલે પગલે સેવાતો, ગંધર્વોથી ગવાતો અને પંડિતોથી સ્તવાતો ચંદ્રોદયકુમાર મોટી ઋદ્ધિ સાથે પુષ્પભદ્રપુર નજીક પહોંચ્યો. પુષ્પચૂલ રાજાએ પુત્રના આગમનના ખબર સાંભળ્યા, એટલે પોતાની સેના સામે મોકલી અને મહામહોત્સવપૂર્વક બહુમાન સાથે તેને નગર પ્રવેશ કરાવ્યો. પછી રાજાએ પુત્રને કહ્યું કે-“હે વત્સ ! હું માનું છું. - કે તારે દેશાંતરમાં જવાનું થયું તે આવી ઋદ્ધિ મેળવવા માટે જ થયું હશે. ત્યારપછી પુત્રનો પુણ્યોદય જોઈને રાજા તેની સાથે ધર્મકાર્યો કરતા દિવસો પસાર કરવા લાગ્યા.
એક દિવસ ત્યાં વિમળબોધ નામના જ્ઞાની મુનિભગવંત પધાર્યા. રાજા પરિવાર સાથે તેમને વંદન કરવા ગયો. ત્રણ પ્રદક્ષિણા આપીને વિધિપૂર્વક વંદન કરીને રાજા તે મુનીશ્વરની પાસે ધર્મદેશના સાંભળવા બેઠો. મુનિરાજે આ પ્રમાણે દેશના આપી.
ભો ભવ્યો ! આસંસારસમુદ્રનો પાર પુણ્ય વડે પામી શકીએ, સુખના અદ્વિતીય કારણભૂત પુણ્ય મેળવવું મુશ્કેલ અર્થાત્ દુષ્કર છે, ધર્મમાં તત્પર મનુષ્યોને જીવંત અને મરણ બન્ને સરખા છે અને ઈષ્ટ છે. અહીં જીવતાં તે વિવેકી હોય છે અને મૃત્યુ પામીને સદ્ગતિએ જાય છે. સેંકડો વાર હળ ફેરવ્યાં છતાં પણ જેમ ઉખર ક્ષેત્રમાં ધાન્યની ઉત્પત્તિ થતી નથી તેમ પુણ્ય વિના મનુષ્યોને સુખની પ્રાપ્તિ થતી નથી. પુણ્યના પ્રભાવથી પ્રાણીની વિપ્નોની શ્રેણિ નાશ પામે છે. જેમ ધૃષ્ટક શાકિનીઓના મધ્યમાં રહ્યો હોવા છતાં પણ વિજય પામ્યો. તે ધૃષ્ટકની કથા આ પ્રમાણે :
ધૃષ્ટકની કથા | * ભરતક્ષેત્રમાં અવંતિદેશમાં ધારા નામે શ્રેષ્ઠ નગરી છે. તેને જોઈને અલકાપુરીએ પોતાનો સર્વ ગર્વ તજી દીધો છે. તે નગરીમાં સૂર નામનો ધનવાનું રાજપુત્ર રહેતો હતો. તે બળવાનું, ધીર, બુદ્ધિશાળી, ગુણાઢ્ય, દાતા, ભોક્તા અને નિર્ભય હતો. તેને ચતુરા નામે સ્ત્રી હતી. પણ તે ગૂઢમંત્રા, મહોદ્ધરા, કોપના (ગુસ્સાવાળી) અને પોતાના સ્વામીને પણ કટુવચનો વડે દુભાવનારી હતી. તેથી સૂર વિચારતો હતો કે-“આવી પત્ની મારે શું કામની છે ? કેમકે શાસ્ત્રમાં પણ દુષ્ટ મતિવાળી પત્નીને અને વિદનકારી વિદ્યાને તજવાનું કહ્યું છે.' આમ વિચારીને બીજી સ્ત્રી માટે તે નિરંતર ગામોગામ અને નગરોનગર તપાસ કરવા લાગ્યો. અવંતિમાં જ યૌવનવાળી સુંદરી નામની પુત્રીયુક્ત એક વૃદ્ધા હતી. તેની પાસે તેણે તે કન્યાની માંગણી કરી. ત્યારે તેણે તે વાત સ્વીકારી, પણ “તે કન્યા સાથે હું પણ તમારે ત્યાં આવીશ.” એમ કહ્યું. સૂરે
Page #214
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ પલ્લવ
૧૯૫
તે વાત સ્વીકારી. “કામાર્ત શું કબૂલ ન કરે?' કહ્યું છે કે-“ઘુવડ દિવસે જોતો નથી, કાગડો રાત્રે દેખતો નથી, પણ કામાંધ તો અપૂર્વ અંધ છે કે જે દિવસે કે રાત્રે કયારેય પણ જોતો નથી.”
* બીજી સ્ત્રી=સુંદરીને પરણ્યા પછી સપત્નીભાવથી પહેલી સ્ત્રી તેની સાથે દુઃસ્વરવડે (થાક્યા વિના) કલહ કરવા લાગી, તેથી તેને સૂરે જુદા ઘરમાં રાખી. ચતુરા સુંદરીને ઘેર જઈને ગાળો આપતી અને મદોન્મત્ત એવી તે બન્ને પરસ્પર મત્સરભાવને હૃદયમાં ધારણ કરતી. તે ખરેખરી લડતી ત્યારે દંતાદતી, પદાપદી, મુષ્ટામુષ્ટી, ભુજાભુજી, મુંડામુંડી અને નખાનખી–એમ એક બીજાના અંગોપાંગોથી લડતી હતી. ખરેખરું સૌભાગ્ય કલહ જ ધારણ કરે છે જેને સર્વ સ્ત્રીઓ પોતાના હૃદયમાં ઉમંગથી ધારણ કરે છે. “ચંદ્રમાં શીત, રવિમાં તેજ, જળમાં નીચગામીપણું, પુષ્પમાં ગંધ, તલમાં તેલ અને શોક્યોમાં કલહ સ્વાભાવિક જ રહેલો હોય છે.' ભત્તરના ભયથી પણ તે અટકતી નથી. પરંતુ અધિક અધિક કલહ કરતી હતી. તે બે સ્ત્રીઓની અનર્થકારી વાણી તે ગામમાં વિસ્તાર પામી. સૌ તેની વાતો કરવા લાગ્યા, આથી સૂરનું પણ સુખમાત્ર નાશ પામ્યું. કહ્યું છે કે- બે ભાર્યાને વશ થયેલો પુરુષ બોલી શકતો નથી, ચાલી શકતો નથી, પાણીનો છાંટો પણ પામતો નથી અને પગ ધોયા વિના (જમ્યા વિના) સૂઈ રેહવું પડે છે. આ પ્રમાણેની સ્થિતિથી કાયર થયેલા સૂરે પોતાના ગામથી દશ ગાઉ દૂર હિંડોલાર નામના નગરમાં બીજી સ્ત્રી સુંદરીને તેની માતા સાથે રાખી પછી નિશ્ચિત થઈને તે ભોગાસકતપણે પોતાને ઘરે ચતુરા સાથે રહ્યો. એકદા એકાંતમાં તેણે ચતુરાને કહ્યું– હું સુંદરીને ઘરે કાલે જવાનો છું.” - ચતુરા બોલી કે– હે આર્યપુત્ર ! તમે સ્વતંત્ર છો, તો ખુશીથી ત્યાં જઈને તેને દાનથી, માનથી, રતિથી અને પ્રીતિથી પ્રસન્ન કરો.” આમ કહ્યા પછી તે વિચારવા લાગી કે–જો પતિ કુશળક્ષેમે ત્યાં જશે તો પછી તેનો જ થશે અને ત્યાં જ રહેશે, હું ભત્તરને ખોઈશ.” આમ વિચારીને તેણે કામણ ભરેલા ચૂર્ણવાળા મોદક બનાવીને ભાતા તરીકે પોતાના સ્વામીને આપ્યા. પાપી એવી સ્ત્રીઓ કુટના કરંડીયા જેવી હોય છે.' કહ્યું છે કે–“અસત્ય, સાહસ, માયા, મૂર્ણત્વ, અતિ લોભીપણું, અપવિત્રપણું અને નિર્દયપણું—આ બધા સ્ત્રીઓના સ્વભાવિક જ દોષો છે.'
સુંદરીને જે ગામે રાખી હતી ત્યાં જતાં માર્ગમાં નદી આવતી હતી. ત્યાં સૂર નદીમાં હાથ, પગ, મોટું વગેરે. ધોઈને ભાથું ખાવા બેઠો. ભાતામાં આપેલા મોદક ખાતાં જ તે સ્થાન થઈ ગયો અને પાછો વળી તે ચતુરા પાસે આવ્યો. ચતુરાએ દઢ બંધનવડે બાંધીને સારી રીતે તેની તાડના તર્જના કરી. વારંવાર મારવાથી તેના શરીર ઉપર સેંકડો ચાંદા પડી ગયા. પછી બહુ વિકળ લાગવાથી અને કાંઈક દયા આવવાથી તેણીએ છૂટો કર્યો અને પાછો મનુષ્ય બનાવ્યો. તેના શરીરપર પુષ્કળ પાટા બાંધવા પડ્યા. ધીમેધીમે એક મહિને તે સાજો થયો. એટલે વળી તેણે ચતુરાને કહ્યું કે–“મારે સુંદરી પાસે જવું છે માટે ભાતું તૈયાર કરજે.” ચતુરાએ દોષયુક્ત કરંબો બનાવીને ભાતામાં આપ્યો. સૂર તે લઈને ચાલ્યો. માર્ગમાં નદી આવતાં પ્રથમની જેમ તે ખાવા બેઠો. એટલામાં કોઈ જટાધારી બાવો ત્યાં આવ્યો. તેણે કહ્યું કે– હે દયાળુ ! હું બે દિવસનો ભૂખ્યો છું, માટે મને કાંઈક ખાવાનું આપ.” સૂરે કરંબો આપ્યો, બહુ ભૂખ્યો હોવાથી
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૬
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય તેણે ત્યાં જ ખાધો, એટલે તે ગધેડો થઈ ગયો.
તે ગધેડો પ્રથમની જેમ ચતુરાને ઘરે જ ગયો. સૂર પણ તે ક્યાં જાય છે તે જોવા અને ચતુરાની ક્રિયા જોવા તેની પાછળ ગયો. ચતુરાએ ગધેડાને દઢ બંધને બાંધ્યો અને પછી ચાબુકના અત્યંત પ્રહારો કર્યા. ભયાક્રાંત તે બાવો રાડો પાડવા લાગ્યો અને પ્રહારોથી જર્જરિત થઈ ગયો. તેને રાડો પાડતો જોઈને ચતુરા બોલી કે–જા, જા, સુંદરીને ઘરે જા.” આવી રીતે તેને તર્જના કરવા પૂર્વક કહ્યું. છેવટે તેને મૃતતુલ્ય થઈ ગયેલો જાણીને તેણીએ પાછો મનુષ્ય બનાવ્યો. ત્યાં તો જટાધારી બાવાને જોયો. માથે મોટી જટાવાળો, ઢક્કા અને ડમરૂના વાંજિત્રવાળો, શરીર પર ભસ્મ ચોળેલો, વિકરાળ નેત્રવાળો લંગોટી તથા કૌપીને ધારણ કરનારા તેને જોઈને ચતુરા લજ્જા પામી અને તેના પગમાં પડી. બાવાએ તેને કહ્યું કે-જે કરબો ખાય તે વિડંબના સહન કરે એમાં નવાઈ શું?” આ કહેવતને તેં સાચી કરી બતાવી. પછી ચતુરાએ તેને દ્રવ્ય આપી ભક્તિપૂર્વક ક્ષમા માંગીને વિદાય કર્યો.
હવે ચતુરા વિચારવા લાગી કે મારા પતિ મારું બધું ચરિત્ર જાણી ગયા, તો હવે કોઈ ઉપાયવડે તેને મારી નાખું. કારણકે ભિન્ન સ્નેહમાં સુખ ક્યાંથી હોય ?' આ પ્રમાણે વિચારીને સ્નાન કરી, શ્વેત વસ્ત્ર પહેરીને આંગણામાં જઈ, ગોમયનું મંડળ કરી ધૂપ નૈવેદ્યાદિક ધર્યું. વળી ત્યાં એક અગ્નિકુંડ બનાવી ગુગળની ગોળીઓ, રાતા કણેરના કૂળ તથા ઘી વગેરે એકાગ્રચિત્તે તે તેમાં હોમવા લાગી અને ભયંકર હુંકારા કરવા લાગી. એ પ્રમાણે કરતાં છેલ્લી આહુતિ વખતે ત્યાં તક્ષક નાગ પ્રત્યક્ષ થયો અને ચતુરાને તેણે કહ્યું કે–મને શા માટે આરાધ્યો છે? હું પ્રસન્ન થયો છું, માટે ઇચ્છિત વર માંગ.' ત્યારે તે બોલી કે–“અન્ય સ્ત્રીમાં રક્ત એવા મારો ભર્તારનું ભક્ષણ કરો.' તક્ષકે કહ્યું કે– છ મહિનાને અંતે તે મરણ પામશે.” પછી તક્ષકનું વિસર્જન કરીને સર્વ બાજી સંકેલી ચતુરા ઘરમાં દાખલ થઈ, આ બધી વાત સૂરે ભીંતને આંતરે રહીને સાંભળી. તે વિચારવા લાગ્યો કે–અહો ! સ્ત્રીઓનું દુશરિત્ર વચનાતીત છે–વચનદ્વારા કહી શકાય તેમ નથી. જુઓ તેણે શ્વાન બનાવીને મારી વિડંબના કરી અને ગધેડો બનાવીને જટાધારીની વિડંબના કરી. કહ્યું છે કે-“સુણ (બ્રહ્મા) એ જે સૃષ્ટિમાં સજર્યું નથી. શંકરે જે ધ્યાનમાં જોયું નથી અને વિષ્ણુના ઉદરમાં પણ જે નથી તે નિર્દય એવી સ્ત્રી કરી બતાવે છે.”
આ પ્રમાણે વિચારતો ભયભ્રાંત થયેલો સૂર હિંડોલારપુરે સુંદરી પાસે ગયો પરંતુ શંકાસહિત સ્થિતિમાં તે સુંદરી સાથે રાત્રિ દિવસ સુખભોગ ભોગવવા લાગ્યો, સુંદરીએ સૂરને પ્રસન્ન કરવા લાસ્ય, હાસ્યકળા વગેરે અનેક ઉપચારો કર્યા પરંતુ સૂર તેથી જરાપણ ખુશ થયો નહીં. એક વખત તેની સાસુએ એકાંતમાં સૂરને–પોતાના જમાઈને દુઃખનું કારણ પૂછ્યું. તેણે કહ્યું કે- હે માતા ! મારા દુઃખની શી વાત કરું ? તે બધું સ્ત્રીના ચરિત્રથી ભરેલું છે. અસમર્થ એવા મનુષ્ય પાસે પોતાના દુઃખની શી વાત કરવી? દુર્બળ પાસે દુઃખ કહેવાથી તે પણ સામો બેસીને આંસુ પાડે.' સૂરની સાસુ બોલી કે હે વત્સ ! મારામાં સામર્થ્ય છે, માટે તમે તમારા દુઃખની વાત કરો. વ્યાધિની હકીકત જાણ્યા સિવાય તેનો પ્રતિકાર થઈ શકતો નથી.' '
સૂર બોલ્યો કે– હે માતા ! મારું આજથી છ મહિને તક્ષકનાગથી મરણ છે, મારી
Page #216
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ પલવઃ
૧૯૭
પ્રથમની સ્ત્રીએ તેને વશ કરેલો છે, તેથી તે છળવડે પણ મારા પ્રાણ લેશે.” સાસુ બોલી કેહે વત્સ! ભય પામશો નહીં. હું પુત્રી સહિત તેનો પ્રતિકાર કરીશ. માટે સ્વેચ્છાએ ખાનપાન કરો, સુખ ભોગવો અને મનમાંથી દુષ્ટ શંકાને દૂર કરો.” પ્રથમની પત્નીથી અત્યંત કદર્થના પામેલો સૂર શલ્યને તજી શક્યો નહીં મૃત્યુનો ભય છતાં નિર્ભિકપણે સુંદરીની સાથે રહેવા લાગ્યો અને સુખભોગ ભોગવવા લાગ્યો. અહીં માતા અને પુત્રી બન્નેએ મળીને એક ભીંત ઉપર જાણે પ્રત્યક્ષ હોય એવા બે સુંદર મોર ચીતર્યા. પછી દરરોજ પવિત્ર થઈ વેદિકા ઉપર બેસીને ધ્યાન હોમ વગેરેમાં પરાયણપણે તે મોરની પૂજા કરવા લાગી.
હવે છ મહિના પૂર્ણ થયે સાક્ષાત યમરૂપ મૃત્યુદિવસ આવતાં મૃત્યુના ભીરુ એવા સૂરે સુંદરી પ્રિયાને કહ્યું કે-“આજે નક્કી મારું મરણ છે.” સુંદરીએ કહ્યું કે-“હે સ્વામિનું ! તમે વૈર્ય ધારણ કરીને અમારી શક્તિનું સામર્થ્ય કે જે વિચિત્ર રીતે વિપ્નને નિવારનાર છે તે જુઓ.” પછી ઘરને છાણવડે લીપી સુંદર બનાવી ઘરના મધ્યમાં આસન નાખીને તેની ઉપર પોતાના સ્વામીને બેસાડ્યો. સુંદરી અને તેની માતા બન્ને સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી હાથમાં અક્ષત લઈને ઊભી રહી. તે બન્ને વેદીની પાસે આવી, ત્યાં તેમણે દૂરથી આવતા કૃષ્ણસર્પને જોયો એટલે તે બન્નેએ તરત જ ચિત્રના મોરની ઉપર મંત્રેલા અક્ષત છાંટ્યા. તે જ વખતે તે બન્ને મોરે સાક્ષાત્ ભીંત ઉપરથી ઉતરીને આવેલ સર્પના બે કટકા કરી મોઢામાં પકડ્યા. પછી મોરની જેવો જ શબ્દ કરીને તે બન્ને મોર આકાશમાં ઊડી ગયા. આ બધું જોઈને સૂરે મનમાં વિચાર્યું કે-“અહો ! મંત્રનું સામર્થ્ય કેવું અદ્ભુત છે?'
પછી સૂર સ્નાન કરી બચી ગયાનો મહોત્સવ કરીને સુંદરી સાથે આનંદથી સુખભોગ ભોગવવા લાગ્યો અને પોતાને પુનર્જન્મ પ્રાપ્ત થયાનું માનતો તે મહર્ષિઓને દાન દેવા લાગ્યો. અહીં હિંડોલારથી આવતા લોકોને ચતુરા પૂછે છે કે-“અરે લોકો ! સૂર શું કરે છે ?” તેઓએ ઉત્તર આપ્યો કે દાન દે છે અને આનંદ કરે છે. આવો જવાબ સાંભળીને તે ઉજવળ બીલાડી થઈને મત્સર ધારણ કરતી સુંદરીને ત્યાં આવી અને કુટિલ આશયથી તે ત્યાં શબ્દ કરવા લાગી. છે તેને જોઈને તેને ઓળખીને તેની માતા અને પુત્રી અને કાળી બીલાડી થઈને તેની સાથે યુદ્ધ કરવા લાગી બન્નેનું સજ્જડ યુદ્ધ ચાલ્યું. તેઓ સામસામી ઉછળી ઉછળીને એક બીજા ઉપર પડે છે અને મૂચ્છ ખાય છે. વળી સાવધ થઈને ક્રૂર શબ્દ આઠંદ કરે છે, તેમજ નખ અને દાંતવડે એકબીજાને સારી રીતે ક્ષતો કરે છે.
ચતુરાએ મંત્રની ચતુરાઈથી બન્ને કૃષ્ણ બીલાડીઓને વિધુર બનાવી દીધી અને છેવટે તેમને જીતી તેમના આંગણામાં નૃત્ય કરીને તે શ્વેત બીલાડી પોતાને સ્થાને પાછી ગઈ. આ બધું જોઈને ભયભીત થયેલા સૂરે સુંદરીને પૂછયું કે તમે કોની સાથે લડતા હતા? અને તે ઉજ્વળ બીલાડી કોણ હતી ? તમે બે છતાં તે એકલીએ તમને જર્જરીભૂત કેમ કરી નાખી ? અને તે પાછી ક્યાં ગઈ? તેની સાથે તમારે વૈરનું કારણ શું?' સુંદરી બોલી કે– હે સ્વામી ! તે તમારી પત્ની સિદ્ધ થયેલી શાકિની હતી. અમે તો હમણા થયેલી છીએ અને તે તો જુની નરમાસની ભક્ષક છે. શોક્યપણાના વૈરથી તે અહીં આવી હતી અને મંત્રબળે મને અને મારી માતાને મારી
Page #217
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મવ્પદ્રુમ મહાકાવ્ય
૧૯૮
નાખવાનો તેનો હેતુ હતો. કેમકે ભર્તારની ઇર્ષ્યા દુઃસહ હોય છે.'
આ પ્રમાણેનો ઉત્તર સાંભળીને સૂર વિચારવા લાગ્યો કે—અરે ! હું તો શાકિનીઓના સમૂહમાં ફૂડકોટરમાં પડ્યો છું.' એક મહિના પછી પાછી તે શ્વેત બિલાડી (ચતુરા) આવી. પૂર્વ પ્રમાણે ચિરકાળ સુધી યુદ્ધ કરીને બન્ને કાળી બીલાડીને ગ્લાનપણું પમાડ્યું. એ પ્રમાણે કરીને શ્વેત બીલાડી પાછી ગઈ, એટલે સૂરે સુંદરીને આ પ્રમાણે થવાનું કારણ પૂછ્યું એટલે તે બોલી કે—‘હે સ્વામી ! તેના કરતાં અમારા મંત્રની શક્તિ મંદ છે તે આમ થવાનું કારણ છે. હે દયાનિધિ ! હવે એક પ્રૌઢ કારણ તમારા હાથમાં છે, જો તમારો અમારા ઉપર સ્નેહ હોય તો તમે અમારું કહેલું કબૂલ કરો.' સૂરે પ્રીતિથી કહ્યું કે—‘કહો ! એવું શું છે ?' સુંદરી બોલી કે— હે સ્વામી ! જ્યારે તે અમારી સાથે લડતી હોય ત્યારે તમારે પ્રગટપણે આમ બોલવું કે—હે કૃષ્ણ બીલાડીઓ ! આ શ્વેત બિલાડીને પકડો, પકડો અને ખાઈ જાઓ, ખાઈ જાઓ.’ આમ તમે કહેશો કે તરત અમે બન્ને તેને પકડીને બળીરૂપ કરી નાખશું અર્થાત્ મારી નાખશું.' સૂર્વે આ વાત કબૂલ કરી.
ત્રીજે મહિને પાછી શ્વેત બિલાડી આવી અને એ કાળી બિલાડીઓ સાથે યુદ્ધ કરવા લાગી. એટલે સૂર બોલ્યો કે—‘પકડો, પકડો હે કૃષ્ણ બિલાડીઓ ! શ્વેતને ખાઓ, ખાઓ મારો, મારો.' આ પ્રમાણે તેના બોલતાં જ મરવા જેવી થઈ ગયેલી કાળી બિલાડીઓએ શ્વેત બિલાડીને ગળાથી પકડી. તે વખતે શ્વેત બિલાડીને મૃતપ્રાય થયેલી જોઈને સૂરે વિચાર્યું કે—‘મારા પુણ્યયોગથી મારા વચનવડે આ શ્વેત બિલાડી જરૂર મરણ પામશે. હવે જો મારા વચનથી જ તે મરણ પામતી હોય તો હું વિપરીતપણે બોલીને જોઉં કે મારા વચનથી કાળી બે બ્રિલાડી પણ મરણ પામે છે ?' આમ વિચારીને તે બોલ્યો કે—‘અરે શ્વેત ! કૃષ્ણને મારો, મારો.' આમ બોલતાં જ શ્વેતે કૃષ્ણને પકડીને મૃતપ્રાય કરી દીધી. એમ કરતાં કરતાં લડી લડીને પ્રાંતે તે ત્રણે મરણ પામી. એટલે સૂર હ્રદયમાં હર્ષ પામ્યો અને વિચારવા લાગ્યો કે‘વગર ઔષધે વ્યાધિ નાશ પામ્યો.' પછી તેની ઉર્ધ્વક્રિયા કર્યા વિના જ સૂર પોતાના ભાઈને ત્યાં ગયો, પણ ભાઈ ઘરે નહોતો, ગ્રામાંતર ગયેલો હતો. એટલે ભાભી પાસે ભક્તિભાવથી વિવેકવડે બેઠો. ભાભી પણ સ્ત્રી વિનાના દિયરના માથામાં તેલ નાખતી હતી તેટલામાં તેનો ખેડૂત દોરડા સાથે આવ્યો અને બોલ્યો કે—‘હે માતા ! આપણો ચિંઢ નામનો બળદ મરણ પામ્યો છે. અત્યારે વાવણીનો વખત છે, તેથી બળદની જરૂર છે.' ખેડૂતની આવી માગણી થતાં જ ભાભીએ દીયરના મસ્તક પર મંત્રિત ચૂર્ણ નાખ્યું અને દોરો બાંધ્યો કે જેથી તે તરત જ બળદ થઈ ગયો. ખેડૂત તરત જ તેને દોરડાવડે બાંધીને લઈ ગયો અને બીજા બળદ સાથે તેને હળે જોડ્યો. તેની પાસે પુષ્કળ ખેડ કરાવી. એક દિવસ માથાનો દોરો અકસ્માત્ તુટી ગયો એટલે તે પોતાના સ્વરૂપમાં આવ્યો.
સૂર ભય પામીને ત્યાંથી ભાગ્યો. તેની પાછળ ખેડૂત તેને પકડવા દોડ્યો. એ પ્રમાણે દોડતાં માર્ગમાં સૂરનો મોટો ભાઈ મળ્યો. ભાઈએ સૂરને પૂછ્યું કે–‘આમ વ્રણથી જર્જરિત થઈને ક્યાં જાય છે ? માટે હે ભાઈ ! મારી સાથે ચાલ અને મારે ઘરે આનંદથી રહે.' આમ કહી આલિંગન આપીને મળ્યો. સૂર બોલ્યો કે‘હે ભાઈ ! તારી સ્ત્રી શાકિની છે, તેણે મને બળદ
Page #218
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ પલવઃ
૧૯૯ બનાવીને બહુ કદર્થના કરી છે, માટે તું તારે ઘરે જા, હું તો નહીં આવું, હું વનમાં જઈશ, કેમકે અહીં તો બધી સ્ત્રીઓ રાક્ષસી જ છે.' • આ પ્રમાણે કહીને એકલો ચાલતાં તે મોટા અરણ્યમાં પડ્યો. ત્યાં તેણે માથે ઘાસના ભારા ઉપાડવાથી આક્રાંત થયેલા અને આભૂષણો પહેરેલા છ પુષ્ટ પુરુષોને જોયા. મનુષ્ય વિનાના તે વનમાં એ છ મનુષ્યોને જોઈને તેણે આદરપૂર્વક પૂછયું કે–“તમે મણિમાણિજ્ય અને સુવર્ણના આભૂષણો પહેરેલા છે અને માથે ઘાસના ભારા કેમ ઉપાડ્યા છે?' તેઓ બોલ્યા કે–“અહીં એક વૃદ્ધા સ્ત્રી છે, તે અમારી પાસે દરરોજ ઘાસના છ ભારત અને પાણી મંગાવે છે અને અમને ઇચ્છિત ભોજન અને વસ્ત્રાભૂષણાદિ આપે છે. તે ડોશી જીર્ણ માંચા ઉપર સુઈ રહે છે સાક્ષાત્ જંગમ કલ્પવલ્લી હોય તેવી તે છે.” સૂર બોલ્યો કે– જો એમ છે તો આ ઘાસ અને પાણીનું તે શું કરે છે?' પેલા પુરુષો બોલ્યા કે– પંથિ ! તેનું અમારે કે તારે શું કામ છે?' સૂરે વિચાર્યું કે-“આ કૌતુક પણ જોવા લાયક જણાય છે, માટે આમની સાથે જઈને જોઉં.” એમ વિચારી માથે એક ભારો લઈને તે પણ તેમની સાથે ગયો.
તે છ જણાએ સૂરનું નામ પૂછ્યું, તેણે ધૃષ્ટક એવું પોતાનું નામ કહ્યું, એટલે ‘તું અમારો સાતમો ભાઈ છે.” એમ કહીને તેઓ તેને સાથે લઈ ગયા. ભારા એક ઠેકાણે નાંખીને પછી તે પાણી ભરવા કુંડમાં ગયો. પાણી ભરી આવીને વૃદ્ધા પાસે સાતે જણા ખુશ થતા આવ્યા. વૃદ્ધાએ પૂછયું કે- આ સાતમો દુર્બળ મનુષ્ય કોણ છે ?' તેઓએ કહ્યું કે– તે અમને વનમાં મળ્યો, એટલે માજી પાસે લાવ્યા છીએ.” વૃદ્ધા તેના વાંસા ઉપર બે હાથ ફેરવીને બોલી કે– હે વત્સ! તને જોયો તે ઠીક થયું પણ તું દુર્બળ થઈ ગયો છે તેથી તે પુત્ર ! હવે તું અહીં મારે ઘરે ઇચ્છા હોય ત્યાં સુધી રહે અને ખાઈ પીને મજા કર.” સૂર બોલ્યો કે– માતા ! જન્મથી દુઃખી એવો હું તમારી પાસે રહીશ.” રાત્રિએ સૂર તેને માટે કરી રાખેલી સુકોમળ શયામાં સૂતો, પણ રાત્રે ઘાસ અને પાણીનું શું થાય છે? તે જાણવાના કૌતુકથી કપટનિદ્રાએ ઉંઘવા લાગ્યો.
અર્ધરાત્રિ પસાર થયા પછી વૃદ્ધા પોતાના માંચા ઉપરથી ઊઠીને બોલી કે–બધા ઊંધે છે કે કોઈ જાગે છે?' કોઈ બોલ્યું નહીં તેથી સૌને ઊંઘતા જાણીને તે આંગણમાં ગઈ અને દુષ્ટ મિત્રવડે ઘોડી થઈને તમામ ઘાસ ખાઈ ગઈ અને બધું પાણી પી ગઈ, પછી સુંદર રૂપવંતી સર્વાલંકારયુક્ત સ્ત્રી બની અને ત્યાંથી શીધ્રપણે ચાલી. ધૃષ્ટક તેની પાછળ ચાલ્યો.પેલી સ્ત્રી જ્યાં સેંકડો યોગી અને યોગિનીઓ હતી એવી ગુફામાં આવી. બધી યોગિનીઓ તેને પગે લાગી અને માતાની જેમ આલિંગન આપીને મળી તેમજ તેના પગમાં પડી, પછી તે એક રમણીય આસન ઉપર બેઠી બધી યોગીનીઓ તેની પાસે બેસીને તેની સવિશેષપણે સેવા કરવા લાગી. તેમાંથી એકે પૂછયું કે–“હે માતા ! પેલા બલી આજે કેમ ન લાવ્યા ?” ડોશી બોલી કે–“હે વલ્લિકાઓ ! તમે થાઓ. ભારે માટે એ બધા પુરુષોને મારીને બલી તરીકે અહીં લાવશે, આજે એક વળી સાતમો પુરુષ આવ્યો છે, તો તમે ચતુર્દશી સુધી રાહ જુઓ. ત્યાં સુધીમાં તે પણ પુષ્ટ થઈ જશે.” પછી મઘમાંસાદિનું સારી રીતે આસ્વાદન કરીને તે ડોશી ત્યાંથી સ્વસ્થાને જવા લાગી. ધૃષ્ટકે આ બધું સ્થંભને આંતરે રહીને જોયું અને સાંભળ્યું. તે ડોશી શિકોતરી પોતાને સ્થાનકે
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્યો આવી, ડોશીનું રૂપ ધારણ કરીને પોતાના જર્જરિત માંચા ઉપર સૂતી. આ વિશ્વમાં શાકિનીઓએ પણ વિશ્વાસ પમાડીને ઘણા મનુષ્યોનો ભોગ લીધો છે.
હવે તે ધૃષ્ટકે વિચાર્યું કે– હું પાછો શાકિનીના સંકટમાં પડ્યો. હું જ્યાં જાઉં છું ત્યાં શાકિનીઓ જ મળે છે.” આમ વિચારતાં સૂર્યોદય થયો તેથી સૌની સાથે તે પણ ઘાસનો ભારો લેવા ગયો. ત્યાં છએ જણને ધૃષ્ટકે રાત્રિનો બધો વૃત્તાંત મૂળથી માંડીને કહ્યો. - તેઓ બોલ્યા કે–“અમે આજસુધી કોઈપણ વખત આ વૃદ્ધા માતાનું કાંઈપણ કુચિહન જોયું નથી. એટલે ધૃષ્ટક બોલ્યો કે–તો તમે સુખના લાલચુ થઈને રહો, હું તો જાઉં છું. તેઓએ કહ્યું કે-“એક રાત્રિ રોકાઈ જા અને અમને એ વિશ્વાસઘાતી ડોશીની ચેષ્ટા બતાવ.” ધૃષ્ટક તેમના કહેવાથી રોકાયો. ભારા લઈને બધા ગયા અને પછી નિત્ય પ્રમાણે બધું કાર્ય કરીને રાત્રે સૌ કપટનિદ્રાએ સુતા. ધૃષ્ટકના કહ્યા પ્રમાણે બધું વૃત્તાંત જોયું તેથી તેઓ અન્યોઅન્ય વિચારવા લાગ્યા કે– હવે આપણે શું કરવું?' એટલે ધૃષ્ટક બોલ્યો કે–“આ વૃદ્ધાને ઊંઘતી હોય ત્યાં જ મારી નાંખવી. પછી બે જણાએ બે પગ, બે જણાએ બે હાથ, એક જણાએ મસ્તક પકડી રાખીને બે જણાએ સપ્ત પ્રહારો કરી તેને મારી નાંખી અને પછી પૂર્વ દિશા તરફ ચાલ્યા.
આગળ ચાલતાં મોટા અરણ્યનું ઉલ્લંઘન કરીને ક્ષિપ્રા નદીના તટ પાસે આવ્યા. ત્યાં રમણીય એવું મહાપુર નામનું એક નગર જોયું. તે નગર પ્રૌઢિમાને પ્રાપ્ત થયેલું અને ત્રણ લોકમાં તિલક સમાન હતું. નદીના કિનારા ઉપર આમ્ર, બીર, નારંગ, પુન્નાગ, ફૂટજ તથા તમાલ, તાલ, હિતાલ વગેરે વૃક્ષોના જુદા જુદા મનોહર બગીચાઓ હતા. તેમજ વાવો, કુવાઓ, સરોવરો, મઠો અને દાનશાળાઓ પણ પુષ્કળ હતી. વળી તે નગરમાં કેટલાક તો સ્વર્ગ જેવા પ્રદેશો (વિભાગો) હતા. તે નગરની ફરતો સુવર્ણમય કાંગરાવાળો કિલ્લો હતો અને તોરણાદિવડે અલંકૃત એવા સ્કુરાયમાન દરવાજા હતા. તે નગરની દુકાનોમાં વેચવા લાયક દરેક વસ્તુ દેખાતી હતી. વિષ્ણુના ઉદરમાં જેમ માર્કંડ ઋષિએ બધું જોયું હતું તેવું લાગતું હતું. ત્યાં ઘરોની શ્રેણિ વિમાનોની શ્રેણિ જેવી શોભતી હતી વળી તે નગર સુવર્ણમય કુંભોવાળા શ્રીજિનમંદિરોથી પણ સુશોભિત હતું.
આવું સુંદર નગર હોવા છતાં તે મનુષ્ય વિનાનું શૂન્ય દેખાતું હતું. તે સાતે જણા રાજમાર્ગે જાય છે, એટલામાં તેમણે અશ્વના પગલાં જોયા. તેથી તે પગલાં અનુસારે ચાલતાં રાજમહેલ પાસે આવ્યા. તેઓ મહેલ નજીક ગયા એટલે એક હજાર ઉજવળ શિખરવાળો હોવાથી કૈલાસપર્વત જેવો શોભતો રાજમહેલ જોયો. તેઓએ તેના પ્રવાલના દળથી મંડિત દ્વારમાં પ્રવેશ કર્યો, આગળ ચાલતાં નીલરત્નની ભૂમિમાં જળના ભ્રમથી શંકાપૂર્વક પગ મૂકવા લાગ્યા. આગળ ચાલતાં નાક કાપેલી પરંતુ સ્થૂળ દેહવાળી અને દેહની પ્રજાના સમૂહથી પૂર્ણ કરેલ છએ દિશાઓના મુખને જેણે એવી એક વૃદ્ધ સ્ત્રીને સુંદર આસન પર બેઠેલી જોઈ. સાતે જણાએ તેને . નમસ્કાર કર્યો અને તેથી તેણીએ તેને આશિષ આપ્યા કે–“હે વત્સો ! તમે સારી સ્ત્રીના સંગમવાળા થાઓ અને આ સાતે કન્યાઓ સાથે અનેક પ્રકારના સુખભોગ ભોગવો.”
Page #220
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ પલ્લવઃ
૨૦૧
' તે સાંભળી અવસર પામીને ધૃષ્ટકે અગ્રેસર થઈને તે વૃદ્ધાને પૂછ્યું કે માતા ! આ શૂન્ય નગરમાં આવી દેવકન્યા સમાન આ સાત કન્યાઓ કયાંથી ? વૃદ્ધા બોલી કે-હે વત્સ ! આ સાતે વિદ્યાધરોની પુત્રી છે, એકવખત તેમના વરને માટે એક નિમિત્તિયાને પૂછ્યું, તેથી તેણે કહ્યું કે–એ સાતે કન્યાના વર તમને એક સાથે અમુક સ્થળે મળશે. એમ કહેવાથી હું તેમને લઈને અહીં રહું છું અને તમે સાત તેના વર તરીકે જ મળી ગયા છો, માટે તમે એને પરણો અને પુણ્યથી પ્રાપ્ત થયેલા સુખભોગ ભોગવો અહીં સુગંધી દ્રવ્યોવડે વાસિત સુંદર ઓરડાઓ છે. હંસના રોમથી ભરેલી તળાઈઓવાળા હૃદયને ગમે તેવા પલ્યુકો છે. રમણીય ચિત્રશાળા છે. મનોહર ગવાક્ષો છે. મનના વેગ જેવા વેગવાળા આ સાત અશ્વો તમારે બેસવા માટે છે. તેની ઉપર બેસીને એક પૂર્વ દિશા વર્જી બાકીની ત્રણ દિશાએ તમે આનંદથી ફરો અને મજા કરો.”
વૃદ્ધાના આ પ્રમાણેના વચનોથી કામની લાલસાવાલા તે સાતે જણા સાત કન્યા સાથે પરણ્યા અને દોગંદકદેવોની જેમ જુદી જુદી રંગશાળાઓમાં પોતપોતાની સ્ત્રીની સાથે આનંદ કરવા લાગ્યા. તેઓ કોઈ વખત જળક્રીડા કરવા જાય છે અને ઉત્તમ ઉત્તમ પુષ્પો તોડે છે અને કોઈ વખત ચંપાના વૃક્ષની શાખા સાથે બાંધેલા હીંડોળાપર બેસીને સ્ત્રી સાથે હીંચકે છે. વળી તેઓ ત્રણે દિશાઓમાં અશ્વપર બેસીને ફરવા જાય છે. એકદિવસ તેઓ વિચારવા લાગ્યા કેઆપણને પૂર્વ દિશામાં જવાનું શા માટે નિવાર્યું છે? તેમાં એવું મોટું શું કારણ છે? “મનુષ્યનો એવો સ્વભાવ જ છે કે જ્યાં ના પાડી હોય ત્યાં જવાની વિશેષ ઇચ્છા થાય.'
એક દિવસ તેઓ સુરંગ પર આરૂઢ થઈને પ્રાતઃકાળમાં પૂર્વ દિશા તરફ જ ચાલ્યા. કેટલેક દૂર ગયા ત્યાં તો એક યોજન સુધીની પૃથ્વી મનુષ્યના મસ્તકોથી વ્યાપ્ત થયેલી જોઈ. તેઓ પરસ્પર બોલવા લાગ્યા કે–અહો ! આ પૃથ્વી ઉપર, આ કેવું અદ્ભુત આશ્ચર્ય ! આવું તો આપણે આપણી જીંદગીમાં જોયું કે સાંભળ્યું નથી. આ વાત આપણે કોને કહેવી અને કોને પૂછવું? એટલામાં અશ્વની ખરીના પ્રહરથી હણાયેલું એક મસ્તક હસ્યું અને બોલ્યું કે-“અરે ! આ સ્ત્રીઓ અને અશ્વો એક દિવસ અમે પણ ભોગવેલ છે.'
તે મસ્તકના આવા શબ્દો સાંભળીને હૈર્યનું આલંબન કરી ધૃષ્ટકે પૂછ્યું કે- હે તુંબી ! એ સ્ત્રી અને અશ્વ કોણ? અને આ સઘળી પૃથ્વી કેમ મસ્તકોથી વ્યાપ્ત છે? તે સ્પષ્ટપણે કહે. તુંબીએ કહ્યું કે “એ નકટી સિદ્ધ શીકોતરી છે. તેણે સ્ત્રીઓ અને અશ્વોથી ભોળવેલા અમારા જેવા મનુષ્યોના આ મસ્તકો છે. માંસાહારી તે સ્ત્રીએ આ નગરના તમામ લોકોનું ભક્ષણ કર્યું છે. આ યોજન પ્રમાણ સર્વ પૃથ્વી તે મનુષ્યોના મસ્તકોથી વ્યાપ્ત થયેલી છે માટે તમે હવે શીઘ તે ન જાણે તેટલા સમયમાં પલાયન થઈ જાઓ.” પછી તેઓ નકટીના ભયથી શીધ્રપણે અશ્વોને પ્રેરણા કરીને ત્યાંથી ભાગ્યા. મધ્યાહન સમય સુધી તેઓ આવ્યા નહીં તેથી સાતે સ્ત્રીઓએ વૃદ્ધાને કહ્યું કે હજુ સુધી સાતે આવ્યા નથી.'
તે સાંભળતાં જ નકટી એક ચંગ લઈને મહેલ ઉપર ચડી. તેણે અશ્વપર આરૂઢ થઈને વાયુવેગે જતાં તેમને જોયા. તેથી બોલી કે– હે ચંગ ! ઘોડાઓને પાછા વાળ.' એમ કહીને તેણે વેગથી ચંગ વગાડી. ચંગનો અવાજ સાંભળતાં જ સાતે ઘોડા પાછા વળ્યા. ઘોડાને પાછા વળેલા
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય જોઈને સાતે જણાએ અશ્વ પરથી કૂદી જવાનો નિર્ણય કર્યો પણ જાણે તેઓ અશ્વપર ચોટી ગયા હોય તેમ તેનાથી છુટા પડી શક્યા નહીં તેથી “હવે આપણું શું થશે?' એ પ્રમાણે ભયથી તેઓ પરસ્પર વાતો કરવા લાગ્યા.
તેમને મહેલમાં આવેલા જોઈને રોષથી નકટી બોલી કે “અરે ! પાપીઓ ! વિશ્વાસઘાતકો ! તમે મને મૂકીને ક્યાં જવાના હતા? આમ કહીને યમની જીલ્ડા જેવી ભયંકર કરવત હાથમાં લઈ તે નકટીએ પ્રથમ ધૃષ્ટકને જ કેશ પકડીને જમીન પર પછાડ્યો. તેની છાતી પર પગ મૂકીને કઠોરસ્વરે તે બોલી કે–“અશ્વપર આરૂઢ થઈને તું જ સૌથી પહેલો ચાલ્યો હતો તેથી પહેલા તને જ મારું તારા ઇષ્ટદેવનું સ્મરણ કર, તે સિવાય બીજું કંઈપણ ઈચ્છિત મળે તેમ નથી.” આ વચન સાંભળીને ધૃષ્ટક નિર્ભયપણે હસતો હસતો બોલ્યો કે- હે નિર્વાસે ! મારા મનમાં એક કૌતુક છે. કે–એવો વીર અને ધીર પુરુષ કોણ છે કે જેણે તારી નાસિક છેદી ?' આ પ્રશ્ન સાંભળતાં જ શાંત કોપવાળી તે નિર્વાસા હર્ષના અશ્રુથી પૂરેલા નેત્રવાળી થઈને , ધૃષ્ટકને મુક્ત કરી સ્વસ્થ થઈને બોલી કે–“હે વત્સ, સ્વસ્થ મનવાળો થઈને મારી વાત સાંભળ.”
આ પૃથ્વીતળ ઉપર મનોરમપુર નામે સ્વર્ગતુલ્ય નગર છે. તે નગરમાં મણિરથ નામે રાજા હતો તેને મણિમાળા નામે રાણી હતી. તેને શૌર્યધેર્યાદિ ગુણોવાળા સાતપુત્રો થયા. ત્યારબાદ આઠમો ગર્ભ રહ્યો. તે ગર્ભ રાણીને અત્યંત દુઃખદાયક થયો. અનુક્રમે જન્મ થતાં હું પુત્રીપણે જન્મી. પાંચ ધાવ્યથી લાલનપાલન કરાતી હું મોટી થઈ. પિતાએ કળાચાર્ય પાસે ભણવા મૂકી. શાસ્ત્રસમુદ્રનો પાર પામીને અનુક્રમે યૌવનાવસ્થા પામી. પણ મને મંત્રો ઉપર બહુ પ્રીતિ થઈ. તેથી વશીકરણ, આકર્ષણ, સંતાપકરણ, સ્તંભન, વિષકરણ અને મોહના મંત્રો, રાક્ષસી અને શાકિનીની વિદ્યાઓ, ઇચ્છારૂપ કરણ, મારણ, સૂર્યચંદ્ર આકર્ષણ, પાતાળવિવરગતિ, આકાશગામિની વિદ્યા, બળી અને મંત્રનું પ્રસાધન, મૃતસંજીવની વિદ્યા ઇત્યાદિ સર્વનો અભ્યાસ કરીને તે અંગે ઘણો પ્રયાસ કર્યો.
વૈતાઢ્ય પર્વત ઉપર ઈદ્ર નામે રાજા છે. તેણે પોતાને ખરેખરો ઇંદ્ર મનાવવા માટે રંભા, અપ્સરા વગેરે રાજયસ્થિતિની રચના કરી. એકવાર હું આકાશગામિની વિદ્યાથી વૈતાઢ્ય ઉપર ગઈ. ત્યાં રંભા તિલોત્તમા વગેરેએ નાટક આરંભ્ય હતું તે જોયું. એક દિવસ રંભા નાટક કરવા આવી શકી નહિ તેથી હું તેનું રૂપ લઈને પ્રવિષ્ટ થઈ. નૃત્યને અંતે ઇંદ્ર રાજા, પ્રસન્ન થયા અને તેણે કહ્યું કે હે રંભા ! વર માંગ.” રંભારૂપધારી મેં કહ્યું કે તમે મારા સ્વામી થાઓ.” દૈવ અનુકૂળ હોવાથી ઇંદ્રરાજાએ તે સ્વીકાર્યું. ત્યારબાદ હું દરરોજ વૈતાઢ્ય જવા લાગી અને ઇંદ્રની સાથે આનંદ કરવા લાગી. મારો પ્રીતિપાત્ર એક પુષ્પબટુક હતો તેણે એક દિવસ કહ્યું કેસતપ્રિયે ! મને સાથે લઈ જા કે જેથી હું તારું નાટક જોઈ શકું.’ તેને વારંવાર વાર્યો. પણ તે તો પુનઃ પુનઃ યાચના કરવા લાગ્યો. તેના બહુ આગ્રહથી એક દિવસ તેને પોપટ બનાવીને મારા મુકુટમાં રાખી સાથે લઈ ગઈ. વૈતાદ્યપર જઈને ઇંદ્રની પાસે નાટકનો આરંભ કર્યો. નાટકના બરાબર લય વખતે મેં ભાર લાગવાથી મસ્તકપર હાથ મૂક્યો તેથી તાલમાં ભંગ પડ્યો ઇંદ્ર મને કહ્યું કે તેં નાટકમાં ભંગ કેમ કર્યો ?” એમ કહીને તેણે મને શ્રાપ આપ્યો કે તું
Page #222
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ પલ્લવઃ
૨૦૩
નાસિકા વિજ્ઞાની થા અને પૃથ્વીચારી થઈ જા. તારું અહીં આગમન વિરામ પામો. આ પ્રમાણે તારા પ્રમાદનું ફળ તું ભોગવ.' મેં ઇંદ્રના ચરણમાં પડીને વિજ્ઞપ્તિ કરી કે—મારી ઉપર ક્ષમા કરી અને હે દેવેંદ્ર ! પ્રસન્ન થઈને કહો કે આ શાપનો અનુગ્રહ ક્યારે થશે ?' ઇન્દ્રે કહ્યું કે ‘નરમાંસનું ભક્ષણ કરનારી તું થઈશ. તે પ્રસંગમાં જે સાહસિક પુરુષ તને પૂછશે કે તારી નાસિકા કોણે છેદી ? તે વખતે તારા શાપનો અંત આવશે.' તે દિવસથી હું નરમાંસભક્ષણ કરનારી થઈ. આ આખી નગરીના તમામ મનુષ્યોનું મેં ભક્ષણ કર્યું અને સ્ત્રીઓ તથા અશ્વોવડે છેતરીને બીજા પણ ઘણા મનુષ્યોનું ભક્ષણ કર્યું. એ રીતે ભક્ષણ કરાયેલા મનુષ્યોના મસ્તકોથી એક યોજન પ્રમાણ પૃથ્વી પુરાઈ ગઈ. પણ તેમાંથી તારા વિના કોઈએ મને મારી નાસિકા કોણે કાપી ? એમ પૂછ્યું નહીં હે વત્સ ! આજે તેં પૂછ્યું, તે ઉપરથી મારી ઉપરનો શાપ દૂર થયો અને મારી નાસિકા નવી આવી. હે નરોત્તમ ! તેં મારી ઉપર મોટો ઉપકાર કર્યો છે. તું ચિરંજીવ થા, તું મારે સ્થાનકે રહે, અહીંનો રાજા થા, આ નગર વસાવ અને આ સ્ત્રીઓ તથા અશ્વોનો યથારૂચિ લાભ મેળવ.' આ પ્રમાણે કહી તે નગરી વસાવવાની સગવડ કરી આપીને તે સ્ત્રી વૈતાઢ્ય પર ગઈ અને પ્રથમની જેમ ઇન્દ્રની સાથે આનંદ કરવા લાગી.
અહીં મનોરમપુરમાં ધૃષ્ટક બળવાન્ રાજા થયો અને તેના છ મિત્રો તેના મંડળિક રાજાઓ થયા. તે સારી રીતે રાજ્ય પાળતો હતો. એક દિવસ ઉદ્યાનપાળે આવીને કહ્યું કે– ‘આપણા ઉદ્યાનમાં આચાર્ય મહારાજા પધાર્યા છે.' તે સાંભળીને ધૃષ્ટક (સૂર) રાજા સર્વ સામગ્રી સાથે વંદન કરવા ગયો અને પાંચ અભિગમ સાચવી વિધિપૂર્વક ગુરુને વાંદીને દેશના સાંભળવા બેઠો. સૂરિભગવંતે ગંભીર વાણીવડે ધર્મદેશનાનો પ્રારંભ કર્યો, તેમાં કહ્યું કે—જેઓ ધર્મિષ્ઠ હોય તેમને જ સત્ પુરુષ જાણવા બીજાને કાપુરુષ સમજવા. મનુષ્યજન્મને પામીને જે અધમપુરુષ ધર્મ કરતા નથી તે રોહિણાચલ પર્વતને પામીને ચિંતામણી રત્નને તજી દે છે.'
દેશનાને અંતે સૂરરાજાએ પૂછ્યું કે—હે પ્રભુ ! મેં પૂર્વભવે શું પાપ કર્યું હતું કે જેથી આ ભવમાં વારંવાર શાકિનીના સંકટમાં પડ્યો ?' સૂરિએ કહ્યું કે—‘તે જાણવાનું કૌતુક છે તો સાંભળ—‘પૂર્વે પ્રતિષ્ઠાનપુરમાં તું હરિભ્રમ નામનો વિપ્ર હતો. તે મંત્રમંત્રના પ્રયોગવડે શાકિનીઓની કદર્થના કરતો હતો. તે જ્યાં મંડળ આલેખતો હતો ત્યાં તેને મદદગાર બીજા છ પુરુષો થતા હતા. એક દિવસ કોઈ મુનિએ તેમને ધર્મમાર્ગનો બોધ આપ્યો. તેથી ધર્મ પામીને ધર્મમાં રક્ત થઈ બહુ વર્ષ સુધી ધર્મ પાળ્યો. પ્રાંતે અનશનવડે મરણ પામીને તું સૂર થયો અને છ મદદગાર હતા તે તારા માંડલિક રાજાઓ થયા. પૂર્વભવે બાંધેલા કર્મથી તું આ ભવમાં શાકિનીના સંકટમાં પડ્યો. પાછળથી ધર્મનું આરાધન કર્યું હતું તેથી તું આ ભવમાં પાછો રાજા થયો. પૂર્વે જે કર્મ બાંધ્યું હોય તે ભોગવવું જ પડે છે, કેમકે વિધાતા બળવાન્ છે.”
આ પ્રમાણે ધર્મ તથા પૂર્વભવ સાંભળીને સૂરરાજાને જાતિસ્મરણ થયું, તેથી પ્રતિબોધ પામી પોતાના પુત્રને રાજ્યપ૨ સ્થાપન કરી તેણે દીક્ષા લીધી અને સારી રીતે પાળીને સ્વર્ગે ગયો.’’
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શ્રી ધર્મલ્પદ્રુમ મહાકાવ્ય આ કથા સાંભળીને હે ભવ્યજનો ! ધર્મકાર્યમાં કયારે પણ પ્રમાદ કરશો નહીં. તેથી સ્વર્ગ અને અપવર્ગના સુખની પ્રાપ્તિ તમને સુલભ થશે.
અહો ! ઉત્તમ મનુષ્યોને ધર્મ એ જ મહાધન છે, તેથી દક્ષ પુરુષો પૃથ્વી પર નિશ્ચળ એવા ધર્મનો જ સંચય કરે છે. માતા, પિતા, ભાઈ, પુત્ર, મિત્ર, કલત્ર તેમજ બીજા સ્વજનો પણ પ્રાણીના મૃત્યુ વખતે દૂર થઈ જાય છે, તે વખતે તેણે કરેલા શુભાશુભ કર્મનું જ શરણ છે, તે જ સાથે આવે છે, જે કાર્ય પરલોકવિરુદ્ધ હોય અને જે આ લોકમાં પણ લજ્જાકારી હોય તે નહીં કરવા યોગ્ય કાર્ય અંત્યાવસ્થાએ પણ ઉત્તમજનોએ કરવું નહીં.”
આ પ્રમાણે પુણ્યોપદેશને સાંભળીને કેટલાક લઘુકર્મી જીવો પ્રતિબોધ પામ્યા અને કામદેવને જીતીને તેઓએ ચારિત્ર અંગીકાર કર્યું, કેટલાકે શ્રાવકધર્મ સ્વીકાર્યો, કેટલાક ગૃહસ્થોએ સમ્યક્ત અંગીકાર કર્યું અને કેટલાકે બ્રહ્મચર્યનો સ્વીકાર કર્યો. પુષ્પચૂલ રાજા ગુરુમહારાજના વચનોથી વૈરાગ્ય પામીને સંસારની અનિત્યતાનો વિચાર કરતા કરતા ઘરે આવ્યા અને ઘણો આગ્રહ કરીને ચંદ્રોદય કુમારને રાજ્યપર સ્થાપિત કર્યો, તેમજ સમર્થ એવા સારા મંત્રીઓને રાજયની ચિંતા કરવાની ભલામણ કરી. પછી ગુરુમહારાજ પાસે જઈને કામાક્ષા રાણી સહિત ચારિત્ર અંગીકાર કર્યું અને સધ્યાન, તપ તથા જ્ઞાનમાં તત્પર થયા. અનુક્રમે નિરતિચાર ચારિત્ર પાળી પરૂપ અગ્નિવડે કર્મોને બાળીને કેવળજ્ઞાન પામી અન્ને મોક્ષે ગયા.
અહીં ચંદ્રસમાન ઉજવળ ચંદ્રોદયરાજા ઈન્દ્રની જેમ ન્યાયપૂર્વક પોતાના વિશાળ રાજયનું પાલન કરવા લાગ્યો. એકદિવસ તે ગવાક્ષમાં બેસીને પોતાના નગર તરફ જોતાં “કોણ સુખી છે? અને કોણ દુઃખી છે?” તેનો ચિત્તમાં વિચાર કરવા લાગ્યો. એ પ્રમાણે વિચારતાં અને નગરલોક તરફ દૃષ્ટિ કરતાં પૂર્વે મળેલો બ્રાહ્મણે દૃષ્ટિએ પડ્યો. ભૂત વળગેલ હોય તેવો, ગ્રથિલથયેલો તેમજ ચતુષ્પથમાં એક જગ્યાએ બેઠેલો તેને જોઈને કૌતુક ઉત્પન્ન થવાથી કેટલાક લોકો
ત્યાં ભેગા થયા. કેટલાકે પથ્થરવડે તેના પર પ્રહાર કર્યો. કેટલાક હસતા હતા. કેટલાક તેની નિંદા કરતા હતા અને એ પ્રમાણે તેને વિહ્વળ બનાવતા હતા. આ પ્રમાણે દુર્દશાવાળા તેને જોઈને રાજાએ વિચાર્યું કે–જરૂર વિદ્યાદેવીના પ્રકોપથી જ આ મારા મિત્રની આવી દશા થઈ જણાય છે. મેં પૂર્વે ગુરુ પાસેથી બળાત્કારે એને વિદ્યા અપાવી હતી, પરંતુ તે કુપાત્રમાં પડી અને એણે વિધિપૂર્વક બરાબર સાધી નહીં, ઉપરાંત તેણે વિદ્યાઓની નિંદા પણ કરી, તેથી તે એના ઉપર કોપાયમાન થઈ, તેથી જ આ બ્રાહ્મણ ગ્રથિલ થઈ ગયેલો જણાય છે. કરેલા કર્મને કોઈ લોપી શકતું નથી.”
તે બ્રાહ્મણને પોતાની પાસે બોલાવીને તેમજ બીજા મંત્રવાદીને બોલાવીને રાજાએ તેને સજ્જ કર્યો. ‘ઉત્તમ પુરુષો ઉપકારી જ હોય છે.' કહ્યું છે કે–જેમના વચન પ્રસાદના ઘરરૂપ છે, ચિત્ત દયાવાળું છે. વાણી અમૃત સમાન છે અને નિરંતર પરોપકાર કરવામાં તત્પરપણું છે, તેવા સજ્જનો કયારેય પણ નિંદ્ય નથી.”
પુણ્યના ઉદયથી ચંદ્રોદયરાજા બંધુમતી વગેરે અનેક રાણીઓની સાથે વિવિધ પ્રકારના
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦૫
અષ્ટમ પલ્લવઃ ભોગ ભોગવવા લાગ્યો. કેટલોક સમય વ્યતીત થતા તેમને શ્રીનિવાસ નામનો પુત્ર થયોઅનુક્રમે તે વૃદ્ધિ પામ્યો અને સર્વ કળાઓમાં કુશળ થયો. ચંદ્રોદય રાજાને ૭000 રાણીઓ થઈ, તેથી બમણી દાસીઓ થઈ અને ઘણા પુત્રો થયા. મોટી પ્રભુતાને પામેલો તે ન્યાયવડે પ્રજાને પાળે છે, તેમાં કોઈ કોઈનું દ્રોહ કે વંચના કરતું નથી. સાત ઇતિ કે મારી (મરકી) થતી નથી, વૈર કે વ્યાધિઓ ઉત્પન્ન થતા નથી, તેમજ તે સુધર્મી રાજા રાજ્ય કરતે છતે આખી પ્રજામાં દુઃખ કે ભય નથી, કોઈ અસત્ય બોલતું નથી, કોઈ હિંસા કરતું નથી, તેના રાજ્યમાં સર્વ પ્રજાએ સાત વ્યસનો તજી દીધા છે. આચારમાં સુંદર એવા લોકો ત્યાં દુષ્કર્મથી ભયવાળા (દુષ્કરભીરુ) છે, તેમજ અનાચાર રહિત છે. “યથા રાજા તથા પ્રજા એવો ન્યાય જ છે.”
અનેક મનુષ્યો અને વિદ્યાધરો ભક્તિપૂર્વક ચંદ્રોદય રાજાને સેવે છે. કિન્નરી અને કિન્નરાદિક તેમના ગુણગાન કરે છે. તે રાજા દીન અને યાચકોને મનવાંછિત દાન આપે છે તેમજ ભક્તિવડે સુપાત્રદાન આપે છે અને અનેક પ્રકારના ધર્મકાર્યો કરે છે. તેની પાસે કોશ, દેશ, નગર વગેરે એટલી ઋદ્ધિ હતી જેથી તે અર્ધચક્રી સમાન લાગતો હતો. પૂર્વપુણ્યના યોગથી તે ત્રિખંડાધિપતિપણું પામ્યો.
એ પ્રમાણે કેટલોક કાળ વ્યતીત થતાં એક વખત રાત્રિએ તે જાગૃત થયો. તે વખતે વિચારવા લાગ્યો કે “અરણ્યમાં માલતીના પુષ્પની જેમ મારો જન્મ વૃથા જાય છે મેં આ અમૂલ્ય જન્મનું કાંઈ ફળ પ્રહણ કર્યું નહીં. કાંઈ સુકૃત કર્યું નહીં, જેમ કૂપની છાયા કૂપમાં જ સમાયબીજાને લાભ ન આપે તેમ મારો આ જન્મ નિષ્ફળ ગયો. “આ પ્રમાણે ભાવના ભાવી પરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરીને તે ઉઠ્યો અને પ્રભાત સંબંધી કૃત્ય કરી રાજસભામાં આવીને બેઠા ! સભામાં બેસનારા મંત્રી વગેરે પણ આવ્યા અને તેઓ ભક્તિપૂર્વક રાજાને પ્રણામ કરીને પોતપોતાને આસને બેઠા. પછી રાજાએ સભાજનોને કહ્યું કે–ભો ભો સભાજનો ! તમે આ સંસાર સ્થિર છે કે અસ્થિર છે તે જાણો છો?” તેઓ બોલ્યા છે– સ્વામી ! અમે જાણતા નથી. આપ જાણતા હો તો કહો.” રાજા બોલ્યા કે–ભો સજ્જનો ! સાંભળો :
આ શરીર અસ્થિર છે, વૈભવ પણ અસ્થિર છે, જીવિત ચપળ છે અને આ સંસારમાં વસ્તુમાત્ર અસ્થિર છે. આ સંસારરૂપ નાટકશાળામાં જીવો ઉત્તમ, મધ્યમ અને અધમ એવા કર્મના સંયોગથી વિવિધ પ્રકારના રૂપ ધારણ કરીને નાચ કરે છે. વિષય, કષાય, યોગ અને પ્રમાદવડે આર્તરૌદ્ર ધ્યાન દ્વારા જીવો અનેક પ્રકારના અશુભ કર્મો બાંધે છે અને તે કારણે ભૂમિ પર શયન કરવું, ભોજન મેળવવું, સહજ સહજમાં પરાભવ સહેવો, નીચના દુર્ભાષિતો સાંભળવા-આ પ્રમાણેના તેના ફળ પ્રાપ્ત કરીને જીવો નિરંતર શરીર સંબંધી તેમજ મનસંબંધી દુખને સહન કરે છે.
મોટા મહેલમાં કે સ્મશાનમાં, સ્તુતિમાં કે શ્રાપમાં, કાદવમાં કે કુંકુમમાં, પલંગમાં કે કંટકોમાં, પથ્થરમાં કે ચંદ્રકાન્ત મણિમાં, ચામડીમાં કે ચીનાઈ રેશમી વસ્ત્રમાં, શીર્ણ થયેલ શરીરવાળી સ્ત્રીમાં કે દેવાંગનામાં અસાધારણ સમભાવના વશથી જેમનું ચિત્ત વિકલ્પવડે વ્યાપ્ત થતું નથી તે મનુષ્ય સામ્યપણાની લીલાના વિલાસને સારી રીતે અનુભવે છે. સ્વપ્રશંસા અને
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય પરનિંદા કરાવવા તેમજ અર્થીઓને ના કહેવા સજ્જનો જીભ ઉપાડતા નથી. આચારહીન મનુષ્યને ષડંગ સહિત ભણેલા વેદો પણ પવિત્ર કરી શકતા નથી અને એક અક્ષરમાત્રના જાણનાર પણ જો સાચા વિધાનવાળો હોય તો તે પાપરહિત થઈને પરમપદને પામી શકે છે. હાથી કોના ? ઘોડા કોના ? દેશ કોના ? અને નગર કોના ? એ બધું બાહ્ય સ્વરૂપ છે, આત્મીય તો એક ધર્મ જ છે. આ પ્રમાણે વિચારીને વિબુધોએ આત્માને હિતકારી એવું પુણ્યકાર્ય જ કરવું અને બીજું બધું સંસારના બંધનરૂપ જાણવું.”
આ પ્રમાણે સર્વ સભાજનોને કહી રાજાએ મુખ્ય અમાત્યને કહ્યું કે—‘અત્યારે મારું મન સંસારવાસથી વિરક્ત થયું છે, તેથી તમે લક્ષ્મીના ગૃહરૂપ શ્રીનિવાસને પૂછો, કારણ કે તે રાજ્યધારણ કરવા સમર્થ હોવાથી તેને મારે સ્થાને સ્થાપન કરવાનો છે. રાજા અને મંત્રી આ પ્રમાણે વાત કરે છે તેટલામાં વનપાલકે આવીને વધામણી આપી કે ‘હે સ્વામી ! આપના ઉદ્યાનમાં ભુવનચંદ્ર નામના કેવળી ભગવંત પધાર્યા છે.' આ પ્રમાણે સાંભળીને રાજા બહુ હર્ષ' ` પામ્યો. પુષ્કળ દાનવડે વનપાલકને સંતોષીને રાજા શુભભાવપૂર્વક મનમાં વિચારવા લાગ્યો કે— ‘અહો ! અત્યારે દૂધમાં સાકર, ઘેબરમાં ઘી, ઇષ્ટ વસ્તુ અને વૈદ્યનું કથન અને ભૂખ્યાને ભાવતાભોજનની પ્રાપ્તિની જેમ કેવળી ભગવંતનું આગમન થયું છે. પ્રથમથી મને વિરતિ અંગીકાર કરવાની ઇચ્છા તો હતી જ. તેટલામાં ગુરુમહારાજનું આગમન થયું તેથી મારું વાંછિત વૃક્ષ પુષ્પિત અને ફળિત થયું છે.’
આ પ્રમાણે વિચારીને રાજા પરિવાર સહિત કેવળી ભગવંતને વંદન કરવા ચાલ્યો, અને ગુરુમહારાજ પાસે આવ્યો. ગુરુમહારાજને વિધિપૂર્વક વંદન કરીને યથાયોગ્ય સ્થાને બેઠો. ગુરુમહારાજે દેશનાનો પ્રારંભ કર્યો કે :—‘ભો ભવ્યો ! સુમનુષ્યપણું, સુકુળ, સુરૂપ, સૌભાગ્ય આરોગ્ય, દીર્ઘ આયુ, ઋદ્ધિ, સમૃદ્ધિ, વિસ્તારવાળી કીર્તિ—આ બધું પ્રાણીઓને પુણ્યના પસાયથી પ્રાપ્ત થાય છે. સ્વર્ગના ભોજન જેવા સુસ્વાદુ અને સુગંધી મોદક, દૃષિ, દૂધ, ઈક્ષુરસ, બાસમતીચોખાનું ભોજન, દ્રાક્ષ, પાપડ, સાકર અને ધૃતયુક્ત ખાદ્યપદાર્થો ખાધા પછી શરીરના સંગથી તુરત જ અશુચિપણાને પામે છે. તેવી અશુચિ (અપવિત્ર) કાયાને જે પવિત્ર માને છે તેને મોહાંધ જ સમજવા. જ્યાં સુધીમાં જિનોક્ત વાક્યરૂપી મંત્રો હૃદયમાં સ્કુરાયમાન થતા નથી ત્યાં સુધી જ મદનરૂપ અગ્નિ દેહને બાળે છે, ત્યાં સુધી જ કુગ્રહો પ્રાણીઓને ભમાવે છે અને ત્યાં સુધી જ તૃષ્ણારૂપી રાક્ષસી છળી શકે છે. લક્ષ્મી જળના તરંગ જેવી ચપળ છે, રૂપ સંધ્યાના રંગસમાન છે. બળ ધ્વજાના છેડા જેવું ચંચળ છે અને આયુષ્ય વિજળીની લતા જેવું અસ્થિર છે, એ પ્રમાણે જાણીને સુજ્ઞજનોએ મળેલા ભવને સફળ કરવો, પ્રમાદને દૂરથી જ તજી દેવો અને ધર્મને વિષે સતત ઉદ્યમ કરવો ઉત્તમ પુરુષો પોતાના દ્રવ્યનો સાત ક્ષેત્રોમાં વ્યય કરે છે અને અધમપુરુષો સાત વ્યસનમાં રક્ત થઈ તેમાં વ્યય કરે છે.”
આ પ્રમાણેની દેશનાને અંતે રાજાએ હાથ જોડીને પૂછ્યું કે—‘હે પૂજ્ય ! રાણી કામાક્ષા કામને વશ થઈને મારા ઉપર રાગવાળી કેમ થઈ ?' ગુરુમહારાજાએ કહ્યું કે હે નરેંદ્ર ! પૂર્વભવે તે તમારી ભાભી હતી, તે તમારા પર રાગવાળી થઈ હતી પણ તે પોતાના વાંછિતને
Page #226
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ પલ્લવ
૨૦૭
પામી નહોતી. પતિ ઉપર અત્યંત રાગી તમારી સ્ત્રીએ તેની હાંસી કરી, મર્મવચન કહ્યાં, તેથી આર્તરૌદ્રધ્યાનવડે મરણ પામીને તે પહેલી નરકે ગઈ. ત્યાંથી આયુ પૂર્ણ થયે નીકળીને સંસારમાં પરિભ્રમણ કરતાં બ્રાહ્મણી થઈ. તે ભવમાં બાળવિધવા થવાથી તે તાપસી થઈ અને ચિરકાળ તપ કરી મરણ પામીને કામાક્ષી રાણી થઈ. પૂર્વભવના તમારી ઉપરના રાગથી આ ભવમાં પણ તમારી ઉપર અનુરાગ જાગ્યો. તેણે ભોગ માટે ઘણી પ્રાર્થના કરવા છતાં આ ભવમાં જ મુક્તિગામી એવા તમે શીલને ખંડિત કર્યું નહીં.”
આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળીને ચંદ્રોદય રાજાને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી વિશેષ વૈરાગ્યવાનું થઈ ગુરુમહારાજને નમીને તે પોતાને સ્થાને આવ્યા. એકદિવસ શુભભાવના ભાવતા રાજાએ ચિંતવ્યું કે-હું દેવવિમાન જેવું ઉત્તુંગ જિનચૈત્ય બંધાવું. જે મનુષ્ય અપરિમિતદ્રવ્યવડે જિનમંદિર બંધાવે તે ભવસમુદ્રમાંથી પોતાના આત્માને ઉદ્ધારે છે. ત્યારબાદ ચંદ્રોદય રાજાએ વાસ્તુવિદ્યામાં ઘણા કુશળ અને ગુણવડે વિશ્વકર્મા જેવા પ્રખ્યાત શિલ્પીઓને બોલાવ્યા. શુભમુહૂર્ત શુદ્ધભૂપીઠ ઉપર સારા ગ્રહોની દૃષ્ટિએ સ્થિર લગ્ન રાજાએ ખાતમુહૂર્ત કરીને તેની ઉપર ઉન્નત પીઠ બંધાવી. ત્યારબાદ તેની ઉપર અર્ધ કોસ પહોળું, એક કોસ લાંબુ, એક કોસ ઊંચું અને ચાર ધારવાળું સુવર્ણમય જિનમંદિર બંધાવ્યું. તેની ફરતી મૂળ જિનભુવન જેવી શ્રેણિબદ્ધ ૭૨ દેવકુલિકા કરી. તે જિનપ્રસાદ પૃથ્વી પર સૈલોક્યવિજય નામથી પ્રસિદ્ધ થયો. તે જિનપ્રાસાદમાં સુવર્ણ, રૂપ્ય અને રત્નમય નૂતન જિનપ્રતિમાઓ ભરાવી. શ્રી સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી અને મૂળનાયક તરીકે શ્રી આદિનાથપ્રભુના બિંબને ચંદ્રોદય રાજાએ સ્થાપિત કર્યા. તે જિનમંદિરમાં ભૂત ભાવી અને વર્તમાન–ત્રણે કાળના તીર્થકરોની તેમજ મહાવિદેહમાં વિચરતા વિહરમાન જિનોની પ્રતિમા સ્થાપિત કરી. શાશ્વતા ચાર જિનબિંબો પણ સ્થાપન કર્યા અને યક્ષયક્ષિણીઓની પ્રતિમાઓ પણ સ્થાપી. ઉત્તમ પ્રકારનું સાધર્મિકવાત્સલ્ય કરીને સર્વ સંઘને વસ્ત્રાદિકની પહેરામણી કરી મહાન ઉત્સવ કર્યો. આ પ્રમાણે કરવા દ્વારા ચંદ્રોદય રાજાએ પોતાના મનુષ્યજન્મને સફળ કર્યું અને પોતાનું ઉજવળ નામ ચંદ્રમંડળમાં નિશ્ચલ રહે તેમ કર્યું. ઇત્યાદિ અનેક પ્રકારના ધર્મકાર્યો કરીને રાજાએ જૈનશાસનને દીપાવ્યું. સર્વ જીવોપર કરુણાભાવ રાખી અભયદાન આપ્યું.
એકદિવસ સ્વનિર્મિત જિનમંદિરની સમીપની પૌષધશાળામાં સ્થિર મનવાળા રાજા પૌષધ ગ્રહણ કરીને બેઠા. તે વખતે ભવનો નાશ કરનારી શુભ ભાવના આ પ્રમાણે ભાવવા લાગ્યા. “પ્રાણીઓને પ્રાપ્ત થયેલ આ ધન, યૌવન, રાજ્ય વગેરે અસ્થિર છે. જન્મ જરા અને મૃત્યરૂપી મહાદુઃખવડે પીડિત થયેલા જીવોને આ ચાર ગતિરૂપ સંસારમાં કોઈ પણ શરણભૂત નથી. આ ભવરૂપ વિષમ નાટકમાં અનેક યોનિને ગ્રહણ કરતો અને અનેક યોનિને ત્યજતો આ જીવ વિચિત્ર રૂપ ધારણ કરી નાટકીઆની જેમ નાટક કર્યા કરે છે. હું એકલો છું, મારું કોઈ નથી, પ્રાણી એકલો ઉત્પન્ન થાય છે, એકલો મરણ પામે છે, એક મારો આત્મા કે જે જ્ઞાન-દર્શન સંયુક્ત છે તે જ શાશ્વત છે, બાકીના બધા બાહ્ય ભાવો છે અને તે સર્વે સંયોગલક્ષણવાળા છે.” આ પ્રમાણે બારે ભાવનાને ભાવતાં તેમને જગતના ભાવોને પ્રકાશિત કરનારું અવધિજ્ઞાન * ઉત્પન્ન થયું. તેથી રાજા સંસારની અસારતા વિશેષ પ્રકારે સમજવા લાગ્યા. બીજે દિવસે પ્રભાતે
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્યો રાજાએ વિધિપૂર્વક પોસહ પાર્યો અને શ્રીનિવાસકુમારને પોતાના રાજયપર સ્થાપન કરી શ્રીભુવનચંદ્ર ગુરુભગવંત પાસે જઈને ચારિત્ર ગ્રહણ કર્યું. અનુક્રમે શ્રુતકેવલી થયેલા ચંદ્રોદયમુનિ ગુરુમહારાજની આજ્ઞાથી પૃથ્વી પર એકલા વિચારવા લાગ્યા અને ઉપદેશાદિવડે અનેક જીવોને પ્રતિબોધવા લાગ્યા.
એક દિવસ તેઓ એક નગરે ગયા, ત્યાં ઉષ્ણકાળે મધ્યાહે આતાપના સહન કરવા લાગ્યા અને રાત્રીએ સ્મશાનમાં કાયોત્સર્ગ સ્થિરપણે રહ્યા. તે વખતે પૂર્વભવના વૈરથી અસુરે આવીને અનેક પ્રકારના ઉપસર્ગો કર્યા. હાથીનું રૂપ કરી દાંતવડે ઉપાડી ઉપાડીને પછાડ્યા. વજ જેવી ચાંચવાળા પક્ષી થઈને તેવી ચાંચવડે ઘણા ઉપઘાતો કર્યા. યક્ષ, રાક્ષસ અને સર્પાદિકના ભયંકર રૂપો કરીને ભય પમાડ્યો. આ પ્રમાણે તેમને ક્ષોભ પમાડવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કર્યા છતાં ચંદ્રોદય મુનિ ક્ષોભ પામ્યા નહીં, આ પ્રમાણે તેમની અપૂર્વ ક્ષમા તેમજ સ્થિરતા જોઈને તે દેવ શાંત થઈ ગયો અને મુનિના ઉપદેશથી મત્સરને ત્યજી તે દેવ પ્રતિબોધ પામ્યો. શુદ્ધ સમ્યક્ત પામીને કેટલાક ભવ કરી પ્રાંતે મનુષ્ય થઈને મોક્ષે ગયો. ચંદ્રોદય રાજર્ષિ પણ ઉત્તમ ધ્યાનને ધ્યાવવાથી કેવળજ્ઞાન પામ્યા અને અનુક્રમે અનેક જીવોને પ્રતિબોધ પમાડી મોક્ષે ગયા.
જેમ ઔષધ તેને આપેલી ઔષધિઓની ભાવનાવડે ભાવવાથી ગુણકારી થાય છે તેમ ભાવસાહિત કરેલો ધર્મ પણ પ્રાણીને ફળદાયક થાય છે. દાન, શીલ અને પરૂપ ધર્મ ભાવસંયુક્ત હોવાથી જ પૂર્ણફળને આપે છે. જુઓ ! ભોજનમાં પણ લવણ હોય છે તો જ સ્વાદ આવે છે, તે વિના સ્વાદ આવતો નથી. ભાવનાના બળથી ભરતચક્રવર્તી કેવળજ્ઞાન પામ્યા અને ભાવથી હરણ પણ બળદેવમુનિની સાથે સ્વર્ગે ગયો.
આ પ્રમાણે ધર્મરૂપ કલ્પવૃક્ષની ચોથી શાખામાં ભાવધર્મ ઉપર વૈરાગ્યને ઉત્પન્ન કરનારી ચંદ્રોદય રાજાની કથા મેં કહી.
આ પ્રમાણે શ્રી આગમગચ્છ શ્રીપૂજ્ય શ્રીમુનિસિંહસૂરિ , તત્ય શ્રીશીલરત્નસૂરિ, તત્પઢાંબુજદિનકર શ્રીઆણંદપ્રભસૂરિ તત્પટ્ટવિભૂષણ નિર્જિત સમસ્ત દૂષણ શ્રી મુનિરત્નસૂરિ, તત્પટ્ટાલંકાર શ્રી આણંદરત્નસૂરીશ્વર વિજયમાનું રાજ્ય, મહોપાધ્યાય શ્રી મુનિસાગર તતુશિષ્ય પંડિત શ્રીઉદયધર્મગણિ વિરચિત પં. શ્રી ધર્મદેવગણિ સંશોધિત આગમોક્ત મહાકાવ્યમાં શ્રી વિરપ્રભુની દેશનામાં ધર્મકલ્પદ્રુમમાં ચોથી ભાવ નામની શાખાઉપર ચંદ્રોદય રાજાનું આખ્યાન અને
આઠમો પલ્લવ સમાપ્ત.
Page #228
--------------------------------------------------------------------------
________________ સમવસરણનો પાવન પરિચય ત્રિશલા માતા પુત્ર નગીનો, જગનો તાત કહાયો | તપ તપતા કેવલ પ્રગટાયો, સમવસરણ વિરચાયો II અન્ય -અન્યથી ભિન્ન એવા ક્રિયાવાદિ આદિ મતોમાં કંઇક તલતાપણું એટલે જ્યાં વિવિધ મતવાળા મળે તે સમવસરણ આ જનરલ અર્થ કહ્યો, જ્યારે ભાવસમન્વેસરણ એટલે ઔદાયિકાદિ ભાવોનું એક સ્થાને મેલાપ તે ભાવસમવસરણ. શ્રી પરમાત્મા સહજતા પૂર્વક દેશતા ફરમાવતા હોય ત્યારે દેવો એમાં સુર પૂરીને એ શબ્દો એક યોજના ઘેરાવાવાળા સમવસરણમાં બેઠેલી પર્ષદામાં અને પશુ-પક્ષીઓ સુધી પહોંચાડે અને દરેકપોત પોતાની ભાષામાં સમજે છે અને પોતાને માટે જ કહેવાય છે તેવી અતૃભૂતિ કરે છે. શ્રી પરમાત્માનો સકલ જીવ પ્રત્યેનો તેહપરિણામ પરાકાષ્ઠાએ પહોંચેલો હોવાથી બધા જીવો અત્યંત પ્રીતિ પૂર્વક ત્યાં રહે છે. આજે પણ કોઈ મૈચાદિ ભાવોથી ભાવિત આત્માતા અવગ્રહમાં આવે ત્યારે આવેલ પુણ્યાત્મા પરમ શાંતિનો અનુભવ કરે છે. સમવસરણતા દરેક સ્થાનોની રચના અત્યંતર બોધ આપી જાય છે. આવા સમવસરણમાં પધારેલા શ્રી પરમાત્મા, અશોકવૃક્ષ અને મુખ્ય ચાર સિંહાસતોને પ્રદક્ષિણા આપી નમો તિર્થીમ્સ કહીને બિરાજે છે. દીક્ષા સમયે સામાયિક ઉચ્ચરતા પ્રભુજી મંતે શબ્દ બોલતા નથી. કારણ કે એમનાથી કોઈ મોટું નથી અને ત્યારબાદ પ્રભુને ચોથું મનપર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. હવે જ્યારે પરમાત્માને કેવળજ્ઞાન થાય છે સમવસરણમાં પધારે છે ત્યારે તીર્થને નમસ્કાર કરે છે, એટલે ભંતે શબ્દનો ઉપયોગ ન કરનાર પ્રભુ જ્યારે પૂર્ણ બને છે, ત્યારે સર્વ જતોને યાદ કરે છે. પરમાત્માની દેશતાની વિશેષતા એ છે કે ષટ્ મહિનાની ભૂખ-તરસ સમે છે અને પ્રભુની વાણી સાર-દ્રાક્ષથી પણ મીઠી લાગે છે. -પૂ.પંન્યાસ શ્રી વજસેતવિજયજી મ.સા. જૈન ગ્રંથમાલ વરશ્રી ધર્મકીક, Wineh.bal બાલા-હળવદ HTT VARDHMAN 079-22860765 Mo: 9227527244 શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય અાવાદ ક્રમાંક (1)