Page #1
--------------------------------------------------------------------------
________________
મહામહોપાધ્યાય થીમયશોવિન્યજી મહારાજા વિરચિત
એક પરિશીલના
છ સંકલન પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ.મં.
પ્રકાશs? શ્રી અનેકાન્ત પ્રકાશન
Page #2
--------------------------------------------------------------------------
________________
મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાવિરચિતજ્ઞાત્રિશ-ત્રિશિr:' પ્રકરણાન્તર્ગત
દેશના બત્રીશી-એક પરિશીલન
નાર
: પરિશીલન : પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામચ મે ન પટ્ટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી.વિ. અતિચન્દ્ર સૂ. મ. સા. નો પૂ. સ્વ. આ. ભ. શ્રી. વિ. અમરગુપ્ત સૂ. મ. સા. ના શિષ્યરત્ન
પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુપ્ત સૂ. મ.
: પ્રણવ શ્રી અનેકાન્તઝહુલા,
: આર્થિક સહકાર : સંઘવી ફોજલાલ ખૂબચંદભાઈ શેઠિયાશેરી, મુ.પો. ભાભર, જીલ્લા : બનાસકાંઠા,
પીન : ૩૮૫૩૨૦.
Page #3
--------------------------------------------------------------------------
________________
આવૃત્તિ - પ્રથમ
-
નકલ - ૧૦૦૦
દેશના બત્રીશી - ૨
: પ્રકાશન :
શ્રી અનેકાન્ત પ્રકાશન
: પ્રાપ્તિસ્થાન :
શા. સૂર્યકાન્ત ચતુરલાલ મુ. પો. મુરબાડ (જિ. ઠાણે)
સુકુંદભાઈ આર. શાહ ૫, નવરત્ન લેસ્ નવા વિકાસગૃહ માર્ગ પાલડી- અમદાવાદ-૭
વિ. સં. ૨૦૫૬
જેઠ સુદ ૧૦, રવિવાર
રજનીકાંત એફ. વોરા ૬૫૫, સાચાપીર સ્ટ્રીટ, પુણે કૅમ્પ, પુણે - ૪૧૧૦૦૧.
-
વિજયકર કાંતિલાલ ઝવેરી પ્રેમવર્ધક ફ્લેટ્સ નવા વિકાસગૃહ માર્ગ-પાલડી
અમદાવાદ- ૩૮૦૦૦૭
જતીનભાઈ હેમચંદ શાહ ‘કોમલ’ છાપરીયાશેરી: મહીધરપુરા
સુરત ૩૯૫૦૦૩
: આર્થિક સહકાર : સંઘવી ફોજાલાલ ખૂબચંદભાઈ શેઠિયાશેરી, મુ.પો. ભાભર, જીલ્લા : બનાસકાંઠા,
પીન : ૩૮૫૩૨૦.
• મુદ્રણ વ્યવસ્થા :
કુમાર ૧૩૮- બી. ચંદાવાડી : બીજે માળે: સી.પી. ટેંક રોડ, મુંબઈ ૪૦૦૦૦૪.
Page #4
--------------------------------------------------------------------------
________________
अथ द्वितीया देशना - द्वात्रिंशिका प्रारभ्यते
પહેલી બત્રીશીમાં દાનનું વર્ણન કર્યું. દાનાન્તરાયનો ભય હોય તો; પરમાર્થથી દાનની પ્રવૃત્તિ શક્ય બને છે. આ લોક વગેરે સંબન્ધી ફળની આશંસાએ આજ સુધી દાનની પ્રવૃત્તિ થતી જ આવી છે. પરન્તુ ‘શક્ય હોવા છતાં દાન કરવામાં આવે નહિ તો દાનાન્તરાયકર્મ બન્ધાશે...' વગેરે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનાનુસાર દાનાન્તરાયના ભયને લઈને દાનની પ્રવૃત્તિ થાય તો તે દાન પારમાર્થિક બને છે. દાનાન્તરાયનું ભીરુત્વ (ભય) – એ મુખ્ય ગુણ છે. કારણ કે ચાર પ્રકારના ધર્મમાં પ્રથમ ધર્મસ્વરૂપ દાનની પારમાર્થિકતા તેને લઇને છે. એ મુખ્ય ગુણની પ્રાપ્તિ; તે તે આત્માને તેને યોગ્ય દેશના આપવાથી કરાવી શકાય છે. તેથી આ બીજી બત્રીશીમાં દેશનાના વિવેકનું નિરૂપણ કરાય છે
-
―
DO UGU
यथास्थानं गुणोत्पत्तेः सुवैद्येनेव भेषजम् ।
बालाद्यपेक्षया देया देशना क्लेशनाशिनी ॥२- १॥
‘‘સારો વૈદ્ય જેમ દવા આપે તેમ બાલાદિ જીવોને અનુકૂળ પડે તે રીતે ક્લેશનો નાશ કરનારી દેશના આપવી જોઇએ. કારણ કે સ્થાનનું અતિક્રમણ ન કરવાથી ગુણની ઉત્પત્તિ થાય છે.” આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે શ્રી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલા પરમતારક મોક્ષમાર્ગની દેશના પૂ. ગીતાર્થ સાધુભગવન્તોએ આપવી જોઇએ; જે રાગ, દ્વેષ અને મોહ સ્વરૂપ ફ્લેશનો નાશ કરનારી છે. રાગાદિભાવધાતુઓનું સામ્ય (અનુદ્રિત અવસ્થા ) પ્રાપ્ત થવાથી એ પરમતારક દેશના રાગાદિજન્ય દોષને દૂર કરનારી છે.
POPOROD
067b7b7bud
Page #5
--------------------------------------------------------------------------
________________
સારો વૈધ રોગીની અવસ્થા જોઇને જેમ દવા આપે છે તેમ પૂ. ગીતાર્થ ગુરુભગવન્તે પણ બાલાદિ જીવોને હિતનું કારણ બને અને તેમનું અહિત ન થાય – એ રીતે બાલાદિ જીવોને અનુકૂળ એવી દેશના આપવી જોઇએ. બાલાદિ જીવોને અનુકૂળ એવી દેશનાનો અર્થ એ નથી કે બાલાદિ જીવોને ગમે એવી દેશના. તેમનું એકાન્ત જેમાં હિત સમાયું છે એવી દેશનાને જ બાલાદિ-અનુગુણ(અનુકૂળ) દેશના કહેવાય છે. એકાન્તે પરમકલ્યાણને કરનારી એવી દેશના બાલાદિ જીવોને અનુગુણ જ આપવાના વિધાનનું કારણ એ છે કે યથાસ્થાને ગુણની ઉત્પત્તિ થાય છે. સ્થાનનું – યોગ્યતાનું – અતિક્રમણ (ઉલ્લંઘન) કર્યા વિના કોઇ પણ કામ કરાય તો ગુણની ઉત્પત્તિ થાય છે, અન્યથા દોષની પ્રાપ્તિ થાય છે. તે તે જીવોને તેમની યોગ્યતા મુજબ દેશના આપવાથી તેમને ગુણની પ્રાપ્તિ થતી હોય છે. વાત પણ સમજાય તેવી છે. સારી પણ દવા યુવાનાદિ રોગીને; રોગ દૂર કરવા માટે યોગ્ય હોય તોપણ તે દવા બાલ કે કુમારાદિને ગુણકારિણી નથી જ. તેમ જ મધ્યમ વગેરે આત્માને ક્લેશનો નાશ કરનારી પણ દેશના; બાલાદિ જીવોને ગુણને કરનારી નથી જ. તેથી પરમતારક એવી દેશનાનો યથાસ્થાને જ નિયોગ ન્યાયસઙ્ગત છે. ગમે તેને ગમે તેવી દેશના ન અપાય. યોગ્યને તેને ઉચિત જ દેશના આપવી જોઇએ.....||૨-૧૫
યથાસ્થાને દેશના આપવાના બદલે અયોગ્યને તે તે દેશના આપવામાં આવે તો દોષના પ્રસંગને જણાવાય છે
उन्मार्गनयनात् पुंसामन्यथा वा कुशीलता । सन्मार्गद्रुमदाहाय वह्निज्वाला प्रसज्यते ॥ २-२ ॥ “યથાસ્થાને દેશના આપવાના બદલે અસ્થાને દેશના આપવામાં
GOG
www
RECEDED
6969/E6
Page #6
--------------------------------------------------------------------------
________________
આવે તો પુરુષોને ઉન્માર્ગે લઈ જવાના કારણે કુશીલતા પ્રાપ્ત થશે, જે; સન્માર્ગસ્વરૂપ વૃક્ષના દાહ માટે અગ્નિની જ્વાળા જેવી છે. - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે બાલાદિ જીવોને તેમની યોગ્યતા મુજબની દેશના આપવાના બદલે તેનાથી વિપરીત દેશના આપવામાં આવે તો બાલાદિ જીવોને તેમની બુદ્ધિને અંધ કરવા દ્વારા ઉન્માર્ગે લઈ જવાથી કુશીલતા પ્રાપ્ત થાય છે, જે; સન્માર્ગસ્વરૂપ વૃક્ષને બાળી નાખવા માટે અગ્નિની જવાળા જેવી છે.
સન્માર્ગની પ્રાપ્તિ કરાવવા માટે પરમતારક પૂ. ગીતાર્થ ગુરુભગવન્તની દેશના જેવું બીજું કોઈ સાધન નથી. એ દેશનાના નિરન્તર પુણ્ય-શ્રવણથી બાલ, મધ્યમ અને પંડિત એવા મુમુક્ષુ જનોને સન્માર્ગની (મોક્ષમાર્ગની) પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ બાલાદિ જીવોને બાલાદિ-યોગ્ય દેશના આપવાના બદલે તેનાથી વિપરીત મધ્યમાદિયોગ્ય દેશના આપવામાં આવે તો તે તે જીવોની બુદ્ધિનો ભેદ થતો હોવાથી તેઓને તે દેશના(અસ્થાન-દેશના) ઉન્માર્ગે લઈ જાય છે. તેથી ધર્મદેશકની એ દેશનામાં કુશીલતાનો પ્રસંગ આવે છે. જે મુમુક્ષુ શ્રોતાવર્ગને સન્માર્ગની પ્રાપ્તિ કરાવવાનું કારણ હતી, તે દેશના શ્રોતાને ઉન્માર્ગે લઈ જાય તો તેમાં કુશીલતાનો પ્રસંગ આવે - એ સમજી શકાય છે. ચાલુ વ્યવહારમાં પણ જેઓ સન્માર્ગે ચાલતા હોય છે, તેમની આંખે પાટા બાંધી તેમને ઉન્માર્ગે લઈ જવાની પ્રવૃત્તિમાં કુશીલતા પ્રતીત થાય છે. તેમ અહીં લોકોત્તરમાર્ગમાં પણ વિપરીત(અસ્થાન-પરસ્થાન)દેશના દ્વારા બાલાદિ જીવોની બુદ્ધિનો ભેદ થવાથી તે જીવોને ઉન્માર્ગે લઈ જવાથી ધર્મદેશકની ધર્મદેશનાસ્વરૂપ પ્રવૃત્તિમાં કુશીલતા પ્રતીત થાય છે.
જેની જેવી યોગ્યતા છે તેને તે મુજબ અપાતી દેશનાને
GDLTURD]D]D]]D
|D]D]D]D]D]D DED ENGGESTINGife
)
Page #7
--------------------------------------------------------------------------
________________
યથાસ્થાનદેશના ફ્રેસ્વસ્થાનદેશના કહેવાય છે. તેનાથી વિપરીત રીતે યોગ્યતાનું અતિક્રમણ કરીને અપાતી દેશનાને અસ્થાન કે પરસ્થાન દેશના કહેવાય છે. વિપરીત દેશનાના શ્રવણથી શ્રોતાને તદ્દન જ વિરુદ્ધ અર્થનું જ્ઞાન થવાથી પૂર્વે જાણેલા અને વર્તમાનમાં જણાતા (જ્ઞાત અને જ્ઞાયમાન) અર્થના વિષયમાં બુદ્ધિનો વ્યામોહ થાય છે, એને બુદ્ધિની અંધતા કહેવાય છે. આ અન્ધતાના કારણે શ્રોતા ઉન્માર્ગે જાય છે, જેમાં અસ્થાન-દેશના કારણ બને છે. ધર્મદેશકની તે કુશીલતા છે. અજ્ઞાન કે અનુપયોગથી પણ પોતાને કારણે થતો બીજાની બુદ્ધિનો ભેદ; પ્રબળ અપાયનું કારણ છે. માટે પરસ્થાનદેશનાના પરિહાર માટે ધર્મદેશકે ખૂબ જ અપ્રમત્ત રહેવું જોઇએ. અને વારંવાર બાલાદિ જીવોની યોગ્યતાને ખૂબ જ સૂક્ષ્મ રીતે જોવી જોઇએ. અન્યથા પરસ્થાનદેશનાના કારણે કુશીલતાનો પ્રસઙ્ગ આવશે.
અહીં પ્રસઙ્ગથી યાદ રાખવું જોઇએ કે વર્તમાનમાં કેટલાક આચાર્યભગવન્તાદિ ધર્મદેશકો માર્ગાનુસારી દેશનાને પણ પરસ્થાનદેશના તરીકે વર્ણવી રહ્યા છે. શ્રીવીતરાગપરમાત્માના પરમતારક વચનને અનુસરી મોક્ષૈલક્ષી દેશનાના ધર્મદેશકોની દેશનાને પણ; પરસ્થાન દેશના તરીકે વર્ણવનારાઓની મનોદશા તદ્દન વિચિત્ર છે. સંસારથી મુક્ત બનેલાની અવસ્થા સ્વરૂપ મોક્ષ છે; અને એનાથી તદ્દન જ વિપરીત સ્વભાવવાળો સંસાર છે. “સલકર્મક્ષયસ્વરૂપ મોક્ષ માટે પણ ધર્મ કરવાનો અને સકલકર્મમય સંસારના સુખ માટે પણ ધર્મ કરવાનો. બન્ધન અને મુક્તિ : બંન્ને માટે ધર્મ કરવાનો.'' વગેરે પ્રકારના ઉપદેશને આપનારા એ ઉપદેશકોને મોક્ષૈકલક્ષી દેશના પરસ્થાન દેશના રૂપે જણાય છે. પરન્તુ આ બત્રીશીના બીજા શ્લોકથી સમજાવેલું પરસ્થાનદેશનાનું સ્વરૂપ એવું નથી. બાલાદિ જીવોને; મધ્યમાદિ જીવો
૪ g
Page #8
--------------------------------------------------------------------------
________________
માટે યોગ્ય એવી દેશના આપવામાં આવે તો તે દેશના પરસ્થાનદેશના છે. વર્તમાનમાં પ્રાયઃ બાલ, મધ્યમ અને પંડિત : આ ત્રણેય શ્રોતાઓથી યુકત સભા હોય છે. આવા વખતે ધર્મદેશકો તે તે જીવોની મુખ્યતા રાખીને દેશના આપતા હોય છે. એટલામાત્રથી એ દેશના પરસ્થાન દેશના ન બને. જીવવિશેષને તેની અયોગ્યતાને લઈને કોઈ વાર કોઈ વિષયમાં બુદ્ધિભેદ થાય - એ બનવાજોગ છે. આવું તો શ્રી વિતરાગપરમાત્માની દેશનાના નિયમિત શ્રવણથી પણ પાખંડી જનો માટે બનતું હોય છે. પરંતુ એટલામાત્રથી તે દેશનાને પરસ્થાનદેશના સ્વરૂપે વર્ણવવાનું સાહસ કરવું ના જોઈએ. લોકોના બુદ્ધિભેદની ચિન્તા કરવા પહેલાં ખોટી રીતે પરસ્થાનદેશનાને વર્ણવનારાએ પોતાનો બુદ્ધિભેદ શાથી થયો છે – એ વિચારવું જોઈએ. ત્યાં સુધી આપણે એમની વાતમાં આવી ન જઈએ તેની તકેદારી રાખીએ. ર-રો.
༤༤༤༤༤༤༤ જો ઉપર જણાવ્યા મુજબ પરસ્થાનદેશના આપવાથી ધર્મદેશકને કુશીલતાની પ્રાપ્તિ થતી હોય તો વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ ભગવો ફરમાવેલી વાતનો વિરોધ આવશે. તેઓશ્રી ફરમાવે છે કે, ‘હિતકર એવાં વચનોના શ્રવણથી બધા જ શ્રોતાઓને એકાન્ત ધર્મની પ્રાપ્તિ થતી નથી. પરંતુ શ્રોતાની ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી ધર્મદેશના આપનાર વકતા(વ્યાખ્યાતા)ને એકાન્ત ધર્મ (કર્મનિર્જરા) થાય છે. જો પરસ્થાનદેશના આપનારને ઉપર જણાવ્યા મુજબ કુશીલતાનો પ્રસંગ આવતો હોય તો ઉપર જણાવેલા વચનનો વિરોધ આવશે. તેથી ઉમાસ્વાતિમહારાજાના વચનથી ખરેખર તો એમ જણાય છે કે ધર્મદેશકે આગમના અર્થનો ઉપદેશ આપવો તેમાં તેનું એકાન્ત હિત છે. શ્રોતા કેવો છે અને કેવો નહિ – એ જોવાની આવશ્યકતા
DO DO DY GOOGGGGGg/gDGE
Yace DODO DADO DO DOD
Page #9
--------------------------------------------------------------------------
________________
નથી. આમ પણ શ્રોતાની મનની પરિણતિને જાણવાનું પૂરું છે.” - આ પ્રમાણેની શંકાનું સમાધાન કરાય છે.
अनुग्रहधिया वक्तुर्धर्मित्वं नियमेन यत् । भणितं तत्तु देशादिपुरुषादिविदं प्रति ॥२-३॥
અનુગ્રહ કરવાની બુદ્ધિથી વ્યાખ્યાતાને ચોક્કસપણે નિર્જરા થાય છે – એ પ્રમાણે જે કર્યું છે, તે; દેશ વગેરે અને પુરુષ વગેરે (શ્રોતાદિ)ને જાણનારા વ્યાખ્યાતાને આશ્રયીને કહ્યું છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ “ર મવતિ થર્મ:.' ઇત્યાદિ કારિકા દ્વારા; “વફતાને શ્રોતાની ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિએ ધર્મદેશના આપવાથી એકાન્ત નિર્જરા તે ભાજન બને છે' - એ જે જણાવ્યું છે તે; દેશ અને કાલાદિના તેમ જ બાલાદિ સ્વરૂપે પુરુષ(શ્રોતા) અને તેની પરિણતિ વગેરેના જે જાણકાર છે તેવા ધર્મોપદેશકોને આશ્રયીને જણાવ્યું છે. જે ધર્મોપદેશકો દેશ કે કાલાદિને અને પુરુષ કે તેની પરિણતિ વગેરેને જાણવા માટે પ્રયત્ન કરતા નથી તેમને આશ્રયીને એ વાત કરી નથી. દેશાદિ અને પુરુષાદિને જાણ્યા વિના અનુગ્રહબુદ્ધિથી પણ દેશના આપવાથી તે ધર્મોપદેશકોને નિર્જરા થતી નથી. પરન્તુ તે ઉપદેશકોને કુશીલતાનો પ્રસંગ આવે છે. ર-૩
~~ ~ આ રીતે બાલાદિ જીવોને આશ્રયીને દેશનામાં ભેદ કરવો (ફેરફાર કરવો) : એ યોગ્ય નથી. કારણ કે રાજા અને રંકને એકસરખી જ દેશના આપવાનું વિધાન છે. શ્રી આચારાંગસૂત્રમાં (સૂ. નં.૧૦૧) જણાવ્યું છે કે પુણ્યશાળી રાજા વગેરેને જેવી દેશના અપાય છે તેવી જ દેશના ગરીબ વગેરે તુચ્છ જનોને અપાય છે. જેવી દેશના તુચ્છ
GDDED]\DDDDDED
DિDDDDDDED c/PUBMED/C/EdSUddddddd/b/
Page #10
--------------------------------------------------------------------------
________________
ગરીબ વગેરેને અપાય છે, તેવી જ દેશના રાજા વગેરે પુણ્યવા આત્માને અપાય છે. આથી સમજી શકાય છે કે શ્રી આચારાગસૂત્રમાં જીવમાત્રને એકસરખી જ દેશના આપવાનું ફરમાવ્યું છે. તેથી બાલાદિ જીવોને આશ્રયીને દેશનામાં ફેરફાર કરવાનું ઉચિત નથી. કારણ કે સૂર-આગમનું ઉલ્લંઘન મહાન અનર્થનું કારણ છે – આવી શંકાનું નિરાકરણ કરાય છે –
कोऽयं पुरुष इत्यादिवचनादत एव च । पर्षदादिविवेकाच्च व्यक्तो मन्दस्य निग्रहः ॥२-४॥
“યથાસ્થાનદેશના આપવામાં ન આવે તો પરસ્થાનદેશના આપનાર વકતાને કુશીલતાસ્વરૂપ દોષનો પ્રસંગ આવતો હોવાથી જ જોડવં પુરુષ...ઇત્યાદિ વચનથી (શ્રી આચારાંગમાં) પુરુષાદિને જાણવાની અને પર્ષાદિના વિવેચનથી (શ્રી નંદીસૂત્રાદિમાં) પર્ષદાને જાણવાની વાત કરીને; તેમ કરવામાં ન જ આવે તો પરસ્થાનદેશનાને આપનારા મન્ટનો નિગ્રહ સ્પષ્ટપણે જણાવ્યો છે.- આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે યથાસ્થાનદેશના આપવામાં ન આવે અને ઉપર જણાવ્યા મુજબના શ્રી આચારાંગસૂત્રના વચનાનુસાર રાજા અને રંકને એકસરખી જ દેશના આપવાની હોય તો, શ્રી આચારાંગસૂત્રમાં જ આગળ જઈને જે જણાવ્યું છે કે 'કોણ પુરુષ છે...'વગેરે – તે, ધર્મદેશકે જોવું જોઈએ. તેમ જ શ્રી નન્દીસૂત્ર વગેરેમાં પર્ષદાદિનું વિસ્તારથી વર્ણન કર્યું છે. એથી એ ચોક્કસ છે કે ધર્મદેશકે પુરુષાદિને અને પર્ષદાદિને જાણીને જ ધર્મદેશના આપવી જોઈએ. આથી જ આ પ્રમાણે ન કરવામાં આવે તો દેશાદિ અને પુરુષાદિના જ્ઞાનના અભાવવાળા મન્દ ધર્મદેશકનો નિગ્રહ એટલે કે
GિDDDDDDDD; CgNggEAgECONGS
suggggggBgE
Page #11
--------------------------------------------------------------------------
________________
અપસિધાન્ત બોલવાથી થનારો પરાભવ સ્પષ્ટ છે - આ પ્રમાણે પણ ત્યાં ત્યાં જણાવ્યું છે. આ બધું ત્યારે જ સંગત બને કે જ્યારે પુરુષાદિને આશ્રયીને દેશનામાં ભેદ માનીએ. જો જીવમાત્રને એકસરખી જ દેશના આપવાની હોય તો પુરુષાદિના જ્ઞાનનું વિધાન પર્ષદાદિનું વિવેચન અને મદનો પરાભવ : આ બધાને જણાવવાનું કોઈ જ પ્રયોજન રહેતું નથી. માટે યથાસ્થાનદેશના આપવાના બદલે અસ્થાન દેશના આપવાથી કુશીલતાનો પ્રસંગ આવે છે – એ સમજી શકાય છે.
જોકે આ રીતે યથાસ્થાનેદેશના જ આપવાની હોય તો શ્રી આચારાગૈસૂત્રના પુ રૂ થ..... આ સૂત્રથી એકસરખી જ દેશના આપવાના વિધાનનો વિરોધ આવે છે; પરંતુ તેનો પરિહાર કરતાં ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે, તે (નET TUVાસ.... ઈત્યાદિ) સૂત્રનો અર્થ એ છે કે પૂ. સાધુભગવન્તો વ્યાખ્યાન કરતી વખતે શ્રોતા પાસેથી કોઈ ફળની ઈચ્છા ન રાખે. આવી નિરીહતામાત્રને જણાવનારું એ સૂત્ર છે. પુરુષ વગેરેનો અને પર્ષદાદિનો વિચાર કરવાની જરૂર નથી-એ જણાવનારું એ સૂત્ર નથી. શ્રી આચારાંગ સૂત્રમાં એ સૂત્રથી જણાવેલી એ વાતનો પરમાર્થ સમજાવતી વખતે તે સૂત્રની ટીકામાં શ્રી શીલાક્કાચાર્ય મહારાજાએ પણ ઉપર જણાવેલી વાત જણાવી છે. દ પુvણસ..... આ સૂત્ર વ્યાખ્યાતાની નિરીહતા-માત્રને જણાવનારું ન હોય અને રાજા-કને એકસરખી દેશના આપવાનું વિધાન કરનારું હોય તો, રાજાદિના અભિપ્રાયનું અનુસરણ કરવામાં ન આવે તો જે દોષ આવે છે તે આગળના જ સૂત્રમાં આચારાંગમાં જણાવેલું સંગત નહિ બને. એ સૂત્રમાં તે પ્રમાણે જણાવવા પૂર્વક સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેશાદિ અને પુરુષાદિના જ્ઞાનવાળાને જ દેશનાનો (દેશના આપવાનો) અધિકાર છે. વિ ય
]D]D]D]]\P
BETEENDEDDED
Page #12
--------------------------------------------------------------------------
________________
છે..... ઈત્યાદિ સૂત્રમાં જણાવ્યું છે કે રાજાના અભિપ્રાયનો આદર ન કરીએ તો તે મારે પણ; તેથી તું અહીં જાણ !' આવી ધર્મદશનામાં શ્રેય-પુણ્ય નથી. આ પુરુષ કોણ છે, ક્યા દેવને માને છે..... વગેરે જાણીને જ ધર્મદેશના કરવી જોઈએ. ધર્મદેશના કરતી વખતે આ રીતે પુરુષાદિનું જ્ઞાન આવશ્યક છે. પુરુષાદિનું જ્ઞાન આવશ્યક ન હોય તો શ્રી નન્દીસૂત્ર વગેરે ગ્રન્થમાં પર્ષદાદિના ગુણ અને દોષનું વર્ણન કરવાનું અર્થહીન બની જશે. તેથી સમજી શકાશે કે પુરુષાદિવિશેષને આશ્રયીને દેશનાનો ભેદ(ફરક) કરવાનું યુફત જ છે. અન્યથા પરસ્થાનદેશનાથી કુશીલતા પ્રાપ્ત થશે.... ર-૪ના
દેશાદિ અને પુરુષાદિના જ્ઞાનની અપેક્ષા રાખ્યા વિના ધર્મદેશનાને આપનારા ધર્મદેશકને કુશીલતા પ્રાપ્ત થાય છે-એ જણાવ્યું. હવે આવા ધર્મદેશકોની દેશનાથી શ્રોતાઓને જે અનિષ્ટ થાય છે તે જણાવવા માટે પાંચમો શ્લોક છે –
अज्ञातवाग्विवेकानां पण्डितत्वाभिमानिनाम् । विषं यद्वर्त्तते वाचि मुखे नाशीविषस्य तत् ॥२-५॥
“વાણીસંબન્ધી વિવેકનું જેમને જ્ઞાન નથી અને પોતાની જાતને જેઓ પંડિત માને છે, તેમની વાણીમાં જે ઝેર છે તે ઝેર આશીવિષસર્પના મુખમાં નથી.”- આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે હું જે બોલું છું તે શુદ્ધ (માર્ગાનુસારી) છે કે અશુદ્ધ શ્રોતા યોગ્ય છે કે અયોગ્ય તેમ જ દેશ અને કાળ ઉચિત છે કે અનુચિત છે... વગેરે સમ્બન્ધી વચનવિવેક જેમને જ્ઞાત નથી અને પોતાની જાતને પાછા પંડિત માને છે, તેમની વાણીમાં જે મિથ્યાત્વસ્વરૂપ વિષ છે, તેવું વિષ આશીવિષસર્પના મુખમાં નથી.
DGDDDDDED),
DDEDDDDED
Page #13
--------------------------------------------------------------------------
________________
અર્થા આશીવિષના મુખમાં જે વિષ છે તેનાથી ભયંકર એવું વિષ; એ વિવેકરહિત ધર્મદેશકોના વચનમાં છે. કારણ કે આશીવિષસર્પના મુખમાંનું વિષ એક જ મરણનું કારણ બને છે. પરંતુ પોતાની જાતને પંડિત માનનારા અને વચનના વિવેકથી અજ્ઞાત એવા ધર્મદેશકોના વચનમાં રહેલું મિથ્યાત્વસ્વરૂપ વિષ અનેકાનેક મરણનું કારણ બને છે. આ રીતે એક વિષ (મિથ્યાત્વસ્વરૂપ વિષ) અનેક જન્મનાં દુઃખોનું કારણ છે અને બીજું વિષ (સર્પના મુખમાં રહેલું) એક જન્મના જ દુઃખને આપનારું છે.
આથી સમજી શકાશે કે જેમને દેશ, કાળ, પુરુષ અને વચનની શુદ્ધિ વગેરેનું જ્ઞાન નથી અને પાછા પોતાની જાતને પંડિત માનીને ધર્મદેશના કરવાની પ્રવૃત્તિ કરે છે; એ ધર્મદેશકો મિથ્યાત્વસ્વરૂપ વિષને શ્રોતાઓના હૃદય સુધી નિરન્તર પહોંચાડ્યા જ કરે છે. પોતાને તો આવી પ્રવૃત્તિના કારણે કુશીલતા પ્રાપ્ત થયેલી છે જ. પરંતુ એ પ્રવૃત્તિથી શ્રોતાઓને પણ મિથ્યાત્વ-વિષની બાધા કરે છે. તેથી ઉભય(વકતા અને શ્રોતા)ને માટે અહિત કરનારી આવી પરસ્થાનદેશનાની પ્રવૃત્તિ કોઈ પણ રીતે દૂર કરવી જોઈએ. જેમને દેશાદિનું કે શુધ્યાદિનું જ્ઞાન નથી એવા લોકોએ મૌન રહેવું જોઈએ. પરન્તુ આવા લોકો જ્યારે પોતાની જાતને પંડિત માને છે, ત્યારે તેઓ બોલ્યા વગર રહી શકતા નથી. અને નિરન્તરવચન દ્વારા મિથ્યાત્વસ્વરૂપ વિષને વમતા હોય છે. મુમુક્ષુએ આવા અવસરે ખૂબ જ ઉપયોગપૂર્વક વર્તવું જોઈએ. અન્યથા એ મિથ્યાત્વવિષની બાધા-પીડા ભોગવવાનો પ્રસંગ આવશે. વર્તમાનની વિષમ સ્થિતિની ઉત્પત્તિમાં એવા ધર્મદેશકોએ પુષ્કળ ફાળો આપ્યો છે. એ પ્રવૃત્તિને અટકાવવાનું આપણી શક્તિ બહારનું છે. પરંતુ એમાં આપણે આવી ન જઈએ
|DF\DEEND|D]D]D]BCA SYDNESDSDFDFDF\ D\D
Page #14
--------------------------------------------------------------------------
________________
એટલું માત્ર ચોક્કસપણે ધ્યાનમાં રાખી શકીએ...... ૨-૫૫
ઉપર જણાવ્યા મુજબ એ સિદ્ધ થયું કે બાલાદિ જીવોને બાલાદિ-યોગ્ય દેશના આપવી. હવે તે બાલાદિ જીવોનું સામાન્યથી લક્ષણ જણાવાય છે
-
तत्र बालो रतो लिङ्गे वृत्तान्वेषी तु मध्यमः । पण्डितः सर्वयत्नेन शास्त्रतत्त्वं परीक्षते ॥२-६॥ ‘‘બાલાદિ જીવોમાં લિગમાત્રમાં જે રક્ત(રાગી) છે તેને બાલ કહેવાય છે, વૃત્ત(આચાર)ને જ મુખ્ય માનનારો મધ્યમ છે અને જે પૂર્ણ પ્રયત્ને શાસ્ત્રતત્ત્વને પરીક્ષે છે તે પણ્ડિત છે. ’’ – આ પ્રમાણે ६६६८ શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય સ્પષ્ટ છે કે બાલ, મધ્યમ અને પંડિત : આ ત્રણ પ્રકારના શ્રોતાઓને તેમને ઉચિત દેશના આપવાની છે. એમાં બાલજીવો અસદ્-અસુંદર (ખરાબ) આચારવાળા; આગમમાં જેનો નિષેધ છે તેને આચરવાવાળા અને દેશકાલાદિને આશ્રયીને શક્ય હોવા છતાં એ પ્રમાણે સદાને માટે નહિ આચરનારા હોયછે. તેથી લગભગ તેઓ આચારના મહત્ત્વને સમજતા હોતા નથી. તેમની દૃષ્ટિએ બાહ્ય વેષ-આકારને ધારણ કરવા માત્રથી તે વંદનાદિને યોગ્ય હોય છે. તેથી તેઓ લિગ-બાહ્યવેષ- આકારમાં જ રાગી હોય છે. એવા બાહ્યવેષાદિને ધારણ કરનારાને બાલજીવો ધર્મી માની લે છે. સામાન્ય રીતે મધ્યમ અને પંડિતજનો પણ આચાર અને તત્ત્વ(શાતત્ત્વ)ની સાથે વેષને પણ માને છે. પરન્તુ તેઓ બાલની જેમ ગિમાત્રનું જ પ્રાધાન્ય માનતા નથી. તેથી શ્લોકમાંના ‘જિ’ પદનો અર્થ લિગમાત્ર કર્યો છે.
બાલજીયોની અપેક્ષાએ મધ્યમબુદ્ધિવાળા જીવોનો આચાર,
Do ૧૧
bu
Page #15
--------------------------------------------------------------------------
________________
ઇત્યાદિની
મધ્યમ કોટિનો હોય છે. તેમને વિશેષ જ્ઞાન ન હોવાથી; શું કરવાથી વિશેષ લાભ થશે અથવા શું કરવાથી અલાભ થશે સમજણ હોતી નથી. તેઓ શાસ્ત્રમાં જે પ્રમાણે શબ્દથી જણાવ્યું હોય તે મુજબ કરતા હોય છે. પરન્તુ તેના પરમાર્થને જાણત નથી. ગુરુલાઘવના જ્ઞાનથી કરી શકાતા એવા કાર્યને તેઓ કરત નથી. માત્ર સૂત્રમાં જણાવેલા તે તે કાર્યને તેઓ કરે છે. તેથી તે મધ્યમઆચારવાળા છે. માત્ર વેષને જોયા વિના આચારને પણતેઓ અન્વેષે છે. બીજાને ધર્મી તરીકે માનવામાં તેઓ માત્ર વેષની મપેક્ષા રાખતા નથી, પરન્તુ સાથે સાથે આચારની મુખ્યતા રાખે છે. ધર્મિપણામાં આચાર મુખ્ય છે - એવી માન્યતાને તેઓ સેવતા હોય છે. તેથી આચારહીન એવા વેષધારીને તેઓ વન્દનીય વગેરે મનતા નથી. પંડિતજનો તો પૂર્ણ પ્રયત્ને શાસ્રતત્ત્વને જોતા હોય છે. વેષ અને આચારને જોયા પછી પણ ધર્માત્માઓની પ્રવૃત્તિ શાષાનુસારી છે કે નહિ...વગેરે ખૂબ જ સૂક્ષ્મ રીતે જુએ છે. પંડિતો જ્ઞાન, દર્શન અને ચારિત્ર : એ ત્રણનું અનુસરણ કરતા હોય છે. તેમનો આચાર ઉત્કૃષ્ટ કોટિનો હોય છે. શાસ્ત્રના તત્ત્વ-પરમાર્થની પરીક્ષા કરીને જ તેઓ બીજાને ધર્મી તરીકે માને છે. આ રીતે બાલ, મચમ અને પંડિત જનોને ઓળખીને તેમને ઉચિત દેશના આપવી જોએ. ।।૨-૬॥
.
બાહ્યલિઙ્ગ પણ અપરિગ્રહતાદિને જણાનારું હોવાથી બાહ્યલિઙ્ગને પ્રધાન-મુખ્ય માનનારને બાલ કેમ હેવાય છે આવી શંકાનું સમાધાન કરાય છે
गृहत्यागादिकं लिङ्गं बाह्यं शुद्धिं विना वृथा । न भेषजं विनारोग्यं वैद्यवेषेण रोगिणः ॥२-७॥
\B
૧૨
um
6:
-
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્લેકાર્થ સ્પષ્ટ છે કે-ગૃહત્યાગાદિ બાહ્ય લિંગ આન્તરિક શુદ્ધિ વિનાનિરર્થક છે. રોગીને ઔષધ વિના વૈદ્યવેષ ધરવા માત્રથી આરોગ્ય પ્રાપ્ત થતું નથી. કહેવાનો આશય એ છે કે કોઈ પણ જાતના આચાર કે વિચારને પ્રાધાન્ય આપ્યા વિના માત્ર બાહ્ય વેષઆકારને પ્રધાન માનનારા ખરા અર્થમાં બાલ છે. કારણ કે આન્તરિક ચિરપરિણતિને શુદ્ધિ વિના બાહ્ય વેષનું કોઈ જ મહત્ત્વ નથી. તે બાફ્યુલિંગ રિર્થક છે. તેનાથી અનાદિના ભવરોગનું નિવારણ થતું નથી. સામાન્યકોટિના રોગીનો રોગ દવા વિના દૂર થતો નથી. વૈદ્યનો વેષ ધારણ કરવા માત્રથી રોગીને આરોગ્યની પ્રાપ્તિ થતી નથી - એ સ્પષ્ટપણે સમજી શકાય છે. ધર્મના અર્થી હોવા છતાં માત્ર વેષને (બાહ્ય લિંગને જ પ્રધાન માનનારા એવા જીવો બાલ છે. બાલ જીવો ધર્મના ચર્થી નથી હોતા એવું નથી. પરંતુ વિશેષ જ્ઞાનનો અભાવ હોવાથી તેઓ આન્તરિક શુદ્ધિ વિના બાહ્ય વેષની નિરર્થકતાને સમજી શકતા નથી. અન્તઃકરણમાં પ્રગટ થયેલા તત્ત્વવિવેકને આન્તરિક શુદ્ધિ કહેવાય છે. આવી શુધિ વિશેષ જ્ઞાનથી પ્રાપ્ત થતી હોય છે, જે; બાલવોને હોતી નથી.
આન્તરિ તત્ત્વવિવેક વિનાનું બાહ્યલિફ્ટ નિરર્થક હોવાથી જ અન્ય વિદ્યુનોએ પણ તેને મિથ્યાચારના ફળવાળું વર્ણવ્યું છે. મિથ્યાચારવાળા જીવોનું સ્વરૂપ વર્ણવતાં તેઓએ જણાવ્યું છે કે, જે બહારથી ઇન્દ્રિયોનું નિયમન કરીને મનથી પાંચેય ઇન્દ્રિયોના વિષયરૂપાદિનું સ્મરણ કરે છે તે વિમૂઢ આત્માને મિથ્યાચાર કહેવાય છે. જન્માન્તરમાં માર્જેલા અકુશલ કર્મનો જ આ વિપાક છે કે ભોગ અને ઉપભોગથી રતિ બની બુદ્ધિમાન આત્માઓ જેને નિન્દનીય ગણે છે એવા બાફ્યુલ્ડિંગમાત્રને ધારણ કરી કષ્ટમય જીવન જિવાય છે. - આ બધું સમજવાજેટલી પાત્રતા જેમનામાં નથી એવા જીવો ખરેખર જ
PEBBEDDEDGE
MDCPSC/Sd/dEdded
Page #17
--------------------------------------------------------------------------
________________
બાલ છે. માત્ર વેષને- આકારને- પ્રધાન માનવાથી તેમાં ધર્મતત્ત્વ સમજાવવાનું ઘણું જ કપરું છે. ર-ળા
મધ્યમજીવો વૃત્ત(આચાર)ને પ્રધાન માને છે. તેવૃત્તનું સ્વરૂપ જણાવાય છે –
गुरुदोषकृतां वृत्तमपि त्याज्यं लघुत्यजाम् । जाड्यत्यागाय पतनं ज्वलति ज्वलने यथा ।२-८॥
“નાના(સૂક્ષ્મ) દોષોનો ત્યાગ કરનારા અને મોટો દોષોને આચરનારાનું વૃત્ત પણ હેય કોટિનું છે, કોઈ પણ તે આદરણીય નથી. શરીરની ઠંડી(ટાઢ)ને દૂર કરવા બળતા એવા અમાં કોઈ પડતું નથી” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે મધ્યમબુધિ જીવો આચારને પ્રધાન-મુખ્ય માને છે. માત્ર વેષને તેઓ પ્રધાન માનતા નથી. પ્રાણાતિપાત, મૃષાવાદ વગેરે આવોની જેમાં નિવૃત્તિ છે, એવા સદનુષ્ઠાનને અહીં વૃત્ત-માચાર મનાય છે.જોકે આત્માની સર્વસાવદ્યથી વિરામ પામવાદિની પરિણતિને જ વાસ્તવિક રીતે વૃત્ત-આચાર કહેવાય છે. એવી પરિણતે (પરિણામભાવ) વિના; સર્વથા નિરવદ્ય (શુદ્ધ) જણાતાં પણ બાય અનુષ્ઠાનોને આચાર તરીકે મનાતાં નથી. પરંતુ સર્વસાવદ્ય યોગથી વિરામ પામવાના પરિણામપૂર્વકના તે અનુષ્ઠાનમાં પરિણામનો (કાર્યમાં કાણનો) ઉપચાર કરવાથી તે અનુષ્ઠાનને પણ વૃત્ત-આચાર કહેવાય છે, જે ચારિત્રસ્વરૂપ છે અને ચારિત્રમોહનીયર્મના ક્ષયોપશમથી પ્રગટેલું હોવાથી શુદ્ધ છે.
જે લોકોનું કીર્તિ, માન, સન્માન અને સંસારના સુખો વગેરેના ઉદ્દેશથી શુદ્ધચારિત્ર જેવું અનુષ્ઠાન દેખાય છે, તે અઝાનને અહીં વૃત્ત તરીકે વર્ણવ્યું નથી. અપ્રમાર્જના, અપ્રતિલેખનાદિસ્વરૂપ સૂક્ષ્મ
GS//SqSqqSONGS 14/7 bd GBòGGZG7S
Page #18
--------------------------------------------------------------------------
________________
દોષોનો ત્યાગ કરનારા અને સન્માર્ગ તેમ જ તેના આરાધકાદિની નિન્દા કરવા વગેરે સ્વરૂપ મોટા દોષોને સેવનારા, એવા લોકોનું એ અનુષ્ઠાન (સદનુષ્ઠાન-જેવું દેખાતું) સર્વથા ત્યાજ્ય છે. કોઈ પણ રીતે એ ઉપાદેય નથી. કારણ કે પ્રવચનનો ઉપઘાત (વિનાશ) કરનારા એ મોટા દોષોને લઈને શુદ્ધચારિત્ર જેવા દેખાતાં પણ અનુષ્ઠાનો મોક્ષનાં કારણ બનતાં નથી. માટે એવાં અનુષ્ઠાનો કોઈ પણ રીતે પ્રધાન નથી. આ વાતને દૃષ્ટાન્તથી સમજાવતાં શ્લોકના ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે શરીરમાં ગમે તેટલી શીતતા હોય પરંતુ તેના ત્યાગ માટે (નિવારણ માટે) બળતા અગ્નિમાં પડવાનું કોઈ પણ રીતે ઉચિત નથી. શરીરની શીતતાને દૂર કરવા અગ્નિમાં પડવાનું જેટલું ભયંકર છે, એટલું જ ભયંકર; નાના દોષના પરિહાર માટે પ્રયત્ન કરનારા અને મોટા દોષોને મજેથી આચરનારાનું વૃત્ત પણ છે..... /ર-૮
~~~~ પંડિત જનો સર્વ પ્રયત્ન શાસ્ત્રતત્ત્વને પરીક્ષે છે – એ પ્રમાણે છઠ્ઠા શ્લોકમાં જણાવ્યું છે, ત્યાં શાસ્ત્રતત્ત્વનું સ્વરૂપ જણાવાય છે.
शास्त्रतत्त्वं बुधज्ञेयमुत्सर्गादि-समन्वितम् । तद् दृष्टेष्टाविरुद्धार्थमैदम्पर्यविशुद्धिमत् ॥२-९॥
ઉત્સર્ગ અને અપવાદ વગેરેથી યુક્ત; દૂષ્ટ અને ઈષ્ટ પ્રમાણથી અવિરુદ્ધ અને તાત્પર્યને આશ્રયીને શુદ્ધ એવું શાસ્ત્રતત્ત્વ પંડિતજનોથી જ શેય છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે શાસ્ત્રતત્ત્વ બાલ કે મધ્યમ જીવો સમજી શક્તા નથી. માત્ર પંડિતજનો જ સમજી શકે છે. તે શાશ્વતત્ત્વ ઉત્સર્ગ અને અપવાદ તેમ જ વ્યવહાર અને નિશ્ચય... વગેરેથી સમન્વિત હોય છે. ત્યાં; તે તે સ્વરૂપે જણાવેલો જે અર્થ છે તે દૂર અને ઈષ્ટ પ્રમાણથી અવિરુદ્ધ
DEDDED]D]DDED
DGDDETERDDDDDD
Page #19
--------------------------------------------------------------------------
________________
(અબાધિત) હોય છે. પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણને દૂર પ્રમાણ કહેવાય છે. અને આગમપ્રમાણને ઈષ્ટ પ્રમાણ કહેવાય છે.
જે શાસ્ત્રમાં જણાવેલો અર્થ પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી બાધિત ન હોય તે શાસ્ત્ર જ તાત્ત્વિક છે. પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી બાધિત એવો અર્થ જો શાસ્ત્ર જણાવે તો તેનું પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી જ નિરાકરણ થવાથી તે શાસ્ત્રમાં તત્ત્વ (પ્રામાણ્ય) રહેતું નથી. આવી જ રીતે શાસ્ત્રમાં (આગમમાં) જણાવેલો અર્થ શાસ્ત્રાન્તરથી(આગમાન્તરથી) બાધિત ન હોય તો જ તે શાસ્ત્ર પ્રમાણભૂત મનાય છે. આગમાન્તરનો વિરોધ આવે એ રીતે જો આગમ; પદાર્થનું નિરૂપણ કરે તો તેનું નિરાકરણ આગમાન્તરથી જ થઈ જાય. તેથી તે આગમની પ્રામાણિકતા નહીં રહે. જે શાસ્ત્રનાં વાક્યોનું તાત્પર્ય બાધિત ન હોય તે શાસ્ત્રતત્ત્વ ઐદંપર્ય(તાત્પર્ય-કહેવાનો આશય)ની શુદ્ધિવાળું છે. આવું શાસ્ત્રતત્ત્વ પંડિતો સિવાય બીજા કોઈ સમજી શક્તા નથી. અર્ધા આવું શાસ્ત્રતત્ત્વ જેઓ સમજે છે તે જ પંડિતજનો છે. ધર્મના સ્વરૂપમાં નિરન્તર શાસ્ત્રતત્ત્વનું દર્શન કરવામાં પંડિત પુરુષો પ્રયત્નશીલ હોય છે. બાહ્યવેષ અને આચાર ગમે તેટલા સારા હોય પરંતુ તેમાં શાસ્ત્રતત્વ જોવા ન મળે તો બાહ્યવેષાદિનું કોઈ પણ જાતનું મહત્ત્વ નથી એ વાત તેઓ સારી રીતે સમજે છે. ર-૯
~ ~ ~~ શાસ્ત્રતત્ત્વ જે રીતે પ્રાપ્ત થાય છે; તે ઉપાયો જણાવવા પૂર્વક તેનું સ્વરૂપ જણાવાય છે –
श्रुतचिन्तोत्तरोत्पन्नभावनाभाव्यमस्त्यदः । श्रुतं सर्वानुगाद् वाक्यात् प्रमाणनयवर्जितात् ॥२-१०॥
DDDDDDDDDED GUGUGAGSCSCLUSGS.
S
DDDD]D]]D
Page #20
--------------------------------------------------------------------------
________________
“મૃત અને ચિન્તા(શ્રુતજ્ઞાન અને ચિન્તાજ્ઞાન)થી ઉત્તરક્ષણમાં ઉત્પન્ન થનારી ભાવના(ભાવનાજ્ઞાન)થી ભાવ્ય-થનારું આ શાશ્વતત્ત્વ છે. ત્યાં શ્રુતજ્ઞાન તેને કહેવાય છે કે જે; સકલશાસ્ત્રના અવિરોધી એવા અર્થને જણાવનારા અને પ્રમાણ તથા નયથી રહિત વાક્યથી ઉત્પન્ન થયેલું હોય છે.' - આ પ્રમાણે દસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે હવે પછીના લોકો(૧૧-૧૨-૧૩)થી શ્રુતજ્ઞાન, ચિન્તાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનું સ્વરૂપ વર્ણવ્યું છે, એ પ્રમાણે શ્રુત અને ચિન્તા જ્ઞાનથી ઉત્તરમાં ઉત્પન્ન થનારી ભાવના છે. તે ભાવનાજ્ઞાનથી શાસ્ત્રતત્વનો પરમાર્થ સારી રીતે ગ્રહણ કરાય છે. એક્લા શ્રુતજ્ઞાનથી કે ચિન્તાજ્ઞાનથી એ શક્ય બનતું નથી. એ માટે ભાવનાજ્ઞાન આવશ્યક છે. ભાવનાજ્ઞાન; શ્રુતજ્ઞાન અને ચિન્તાજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. શ્રુતજ્ઞાન અને ચિન્તાજ્ઞાનની ઉપયોગિતા જ એ છે. જેથી તે બંન્ને જ્ઞાનના ઉત્તરકાળમાં ભાવનાજ્ઞાન થાય છે. એનાથી વાદ્યાર્થ પારમાર્થિકસ્વરૂપે જણાય છે. આ પ્રમાણે આ શ્લોકના પૂર્વાર્ધથી; પંડિતજનો જેની પરીક્ષા કરે છે તે શાસ્ત્રતત્ત્વનું નિરૂપણ પૂર્ણ થયું. જોકે આટલા નિરૂપણથી શાસ્ત્રતત્ત્વનો સ્પષ્ટ ખ્યાલ આવતો નથી. પરંતુ હવે પછી ભાવનાજ્ઞાનના નિરૂપણ વખતે એ માટે પ્રયત્ન કરાશે.
હવે આ શ્લોકના ઉત્તરાર્ધથી ત્રણ જ્ઞાનમાંના શ્રુતજ્ઞાનનું નિરૂપણ કરાય છે. આ શ્લોકનો ઉત્તરાર્ધ અને અગિયારમો સંપૂર્ણ શ્લોક : એમ દોઢ શ્લોકથી શ્રુતજ્ઞાનનું સ્વરૂપ વર્ણવેલું હોવાથી આ શ્લોકના ઉત્તરાર્ધ-માત્રના વિવેચનથી એ અંગે (શ્રુતજ્ઞાનના સ્વરૂપ અંગે) ચોક્કસ ખ્યાલ નહીં આવે. તેથી અહીંના વિવેચનનું અનુસંધાન કરી આગળના (૧૧મા) શ્લોકનું વિવેચન જોવું.
DDEDDRESETURDo A DRESSEDDEDGED dUglêsold ladelS૧૭dd/g/Soladodsdls
Page #21
--------------------------------------------------------------------------
________________
અહીંના પ્રમાનિવર્ણિતાત્ સર્વાનુમ્ વાવસ્થાત્ - આ પરામ્યન્ત પદો; અગિયારમા શ્લોકમાં ઉત્પન્નમ્ અહીં જોડવાનાં છે. સકલશાસ્ત્રના અવિરોધી એવા અર્થનો નિર્ણય જે વાક્યથી થાય છે, તે વાક્યને સર્વાનુ વાક્ય કહેવાય છે. “હિંથાત્ સર્વભૂતાનિ'; નામૃત વહેતુ’ અને ‘નાદ Juળીયા વગેરે વાક્યો (હિંસા કરવી નહિ; અસત્ય બોલવું નહિ અને ન આપેલી વસ્તુ ગ્રહણ કરવી નહિ ઈત્યાદિ અર્થને જણાવનારાં વાક્યો) સર્વાનુગ વાક્ય છે. કારણ કે તે વાક્યથી જણાવેલો અર્થ કોઈ પણ શાસ્ત્રથી વિરુદ્ધ નથી. સર્વાનુગવાક્યથી જે જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન છે. આ જ્ઞાન, પ્રમાણ અને નયના જ્ઞાનથી નિરપેક્ષ હોય છે. આશય એ છે કે સામાન્ય રીતે શ્રુતજ્ઞાનાદિ ત્રણેય જ્ઞાનો વાક્યથી થાય છે. સર્વાનુગવાક્યથી શ્રુતજ્ઞાન થાય છે – એ કહેવાનો અર્થ એ નથી કે એ વાક્યથી ચિન્તાજ્ઞાન કે ભાવનાજ્ઞાન થતાં નથી. સર્વાનુગવાક્યથી જ્યારે શ્રવણમાત્રના કારણે જ્ઞાન થાય છે અને ત્યારે પ્રમાણ કે નયના જ્ઞાનની અપેક્ષાએ અર્થની વિચારણા હોતી નથી ત્યારે એ જ્ઞાન શ્રુતજ્ઞાનસ્વરૂપ હોય છે. શ્રુતજ્ઞાનમાં પ્રમાણનયના અધિગમનો અભાવ હોય છે. કારણ કે વાક્યના શ્રવણમાત્રથી પદાર્થમાત્રનો અવગ્રહ થાય છે. ત્યાર બાદ, ‘આ અર્થ
ક્યો હશે” !..... ઈત્યાદિ સ્વરૂપ આકાક્ષા(જિજ્ઞાસા) ગર્ભિત વાક્યર્થની ઈહા થાય છે, જે શ્રુતજ્ઞાનસ્વરૂપ છે. પ્રમાણનો અધિગમ સમગ્રાંચના અપાય સ્વરૂપ છે અને નયનો અધિગમ વસ્તુના એકદેશના અપાય સ્વરૂપ છે. તેથી અપાયરૂપ પ્રમાણનયનો અધિગમ શ્રુતજ્ઞાનમાં ન હોય - એ સમજી શકાય છે. ર-૧
SUPPLIPIDDLDLD STDDTDADODADGDED
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રુતજ્ઞાનના સ્વરૂપનું નિરૂપણ પૂર્ણ કરાય છે – उत्पन्नमविनष्टं च बीजं कोष्ठगतं यथा। परस्परविभिन्नोक्तपदार्थविषयं तु न ॥२-११॥
પૂર્વશ્લોકમાંના પંચમ્યન્ત સર્વાનુI[.... ઇત્યાદિ પદોનો અને તેરમા શ્લોમાંના જ્ઞાન પદનો અહીં ઉત્પન્ન ની સાથે અન્વય (સંબન્ધ) છે. તેથી “પ્રમાણનયવર્જિત સર્વાનુગવાક્યથી થયેલું કોઠીમાં રહેલા બીજજેવું અને પરસ્પર ભિન્ન રીતે જણાવેલા પદાર્થોને નહિ જણાવનારું – એવું શ્રુતજ્ઞાન છે.” આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ ન હિંસ્થા સર્વભૂતાનિ ઈત્યાદિ સર્વાનુગવાક્ય(સર્વશાસ્ત્રાવિરોધી)થી શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે, જે કોઠીમાં રહેલા બીજજેવું છે. એ બીજથી અંકુરાદિ ઉત્પન્ન થયેલા ન હોવા છતાં તેમાં અદ્ભુરાદિને ઉત્પન્ન કરવાની યોગ્યતા રહેલી છે. તેમ શ્રુતજ્ઞાનથી ચિન્તાજ્ઞાન અને ભાવનાજ્ઞાન થયેલું જ છે, એવું નથી. પરન્તુ તેમાં તે બંન્ને જ્ઞાનને પ્રાપ્ત કરાવવાની યોગ્યતા રહેલી છે. સામગ્રીવિશેષનું સન્નિધાન પ્રાપ્ત થાય તો ચોક્કસ જ શ્રુતજ્ઞાનથી ચિન્તાજ્ઞાન અને ભાવનાજ્ઞાન થાય છે.
આ શ્રુતજ્ઞાન પરસ્પર ભિન્ન(વિરુદ્ધ)સ્વરૂપે જણાવેલા પદાર્થનું અવગાહન કરાવતું નથી. કારણ કે પરસ્પર વિભિન્ન (વિરુદ્ધ) અર્થાવગાહી જ્ઞાન સંશયસ્વરૂપ હોય છે અને શ્રુતજ્ઞાન તો દસમા શ્લોકમાં જણાવ્યા મુજબ ઈહાસ્વરૂપ છે. ઈહા અપાયને કરાવવામાં તત્પર હોય છે. અને સંશય અપાયને અવરોધવામાં તત્પર હોય છે. તેથી સંશય અને ઈહામાં ભેદ છે.
જે લોકો; “શ્રુતજ્ઞાનમાં પદાર્થમાત્રનો જ બોધ હોય છે અને
ET| TET ETEADGETE AND REGDEDGENDEDGE GENEgggggSGS૧૯ggedEGAGEMBER
Page #23
--------------------------------------------------------------------------
________________
વાદ્યાર્થીમાત્રનો બોધ હોતો નથી' –એ પ્રમાણે માને છે, તેમણે; ‘વિશકલિત(પરસ્પર અસમ્બદ્ધ) જ વાદ્યાર્થ બોધ શ્રુતજ્ઞાનમાં હોતો નથી.' -આ પ્રમાણે માનવું જોઈએ. કારણ કે દીર્ઘ એક ઉપયોગથી અનુસ્મૃત (અવિરત પ્રવાહવાળો) એવો પદાર્થ, વાદ્યાર્થ, મહાવાક્યર્થ અને ઔદપૂર્વાર્થ સ્વરૂપવાળા વિષયનો બોધ શ્રુતજ્ઞાનમાં હોય છે એવું ઉપદેશપદમાં જણાવ્યું છે. વાદ્યાર્થીમાત્રનો બોધ શ્રુતજ્ઞાનસ્થળે હોતો નથી- એમ માની લેવામાં આવે તો ઉપદેશપદ' નિી સાથે વિરોધ આવશે. જોકે પદાર્થમાત્રનો પણ બોધ શ્રુતજ્ઞાનસ્થળે માનવામાં ન આવે તો ઉપદેશપદનો વિરોધ આવે છે. પરંતુ અહીં પરસ્પર વિભિન્ન પદાર્થવિષયક જ બોધનો વ્યવચ્છેદ ર્યો હોવાથી કોઈ દોષ નથી.
“શ્રુતજ્ઞાન વાદ્યાર્થમાત્રવિષયક હોય છે - આ પ્રમાણે જણાવ્યા પછી ખરી રીતે પદાર્થમાત્રવિષયક હોતું નથી એ કહેવાની આવશ્યકતા નથી. કારણ કે સંશ્લિષ્ટ પદસમુદાયસ્વરૂપ જ વાક્ય છે. તદર્થવિષયકશ્રુતજ્ઞાન માનવામાં કોઈ દોષ નથી. અને અસંશ્લિષ્ટ પદોનો સમુદાય વાક્યસ્વરૂપ ન હોવાથી તદર્થવિષયક શ્રુતજ્ઞાન માનવાનો કોઈ પ્રસંગ જ નથી.
‘પદસમૂહસ્વરૂપ વાક્ય છે - એમ માનવામાં આવે તો અસંશ્લિષ્ટ પદાર્થવિષયક શ્રુતજ્ઞાન હોતું નથી- એમ જણાવવાનું આવશ્યક છે. પરંતુ ઉપદેશપદમાં શ્રુતજ્ઞાનના વિષય તરીકે પદાર્થમાત્રને પણ વર્ણવ્યો હોવાથી તેના વિરોધનો પ્રસિદ્ઘ આવશે. તેથી અહીંયા તત્ર... ઈત્યાદિ ગ્રી છે. એનો આશય એ છે કે પદાર્થજ્ઞાન (પદાર્થ -માત્રવિષયક જ્ઞાન) ને “શ્રુતજ્ઞાન’ નું નામ અપાતું નથી. પરંતુ સંશ્લિષ્ટ પદાર્થજ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવાય છે, તે વાક્યર્થવિષયક
DDED]D]D]D]D]D ]D]D]DEDGENDEDGE ddld6B/G/G ૨૦RSSSSSSS
Page #24
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસ્વરૂપ હોવાથી કોઈ વિરોધ નથી.
નવમા શ્લોકથી આરંભીને આ શ્લોક સુધીના ત્રણ ગ્લોમાં જણાવેલી વસ્તુને જિજ્ઞાસુઓએ સમજી લેવા માટે પૂરતો પ્રયત્ન કરી લેવો જોઈએ. વાંચતાંની સાથે સમજાય એવી એ વસ્તુ નથી. સંસ્કૃત ભાષા કે દાર્શનિકોની પરિભાષા વગેરેનું પ્રાથમિક પણ જ્ઞાન ન હોય ત્યારે – આ બધું સમજવાનું ઘણું જ અઘરું છે. અહીં જણાવેલી વાતનો થોડોઘણો ખ્યાલ આવે – એ માટે નીચે જણાવ્યા મુજબ થોડું સમજી લેવું જોઈએ.
સામાન્યથી પદાર્થજ્ઞાન, વાદ્યાર્થજ્ઞાન, મહાવાક્યર્થજ્ઞાન અને ઐમ્પિયર્થજ્ઞાન : આ પ્રમાણે ચાર પ્રકારનું જ્ઞાન છે. “હિંસ્થાત્ સર્વભૂતાનિ”..... ઈત્યાદિ વાક્યોનાં તે તે પદોના અર્થના જ્ઞાનને પદાર્થજ્ઞાન કહેવાય છે. સંપૂર્ણ વાક્યર્થના જ્ઞાનને વાક્યર્થજ્ઞાન કહેવાય છે. પૂર્વાપરવાઢ્યાર્થના જણાતા વિરોધને દૂર કરવાના જ્ઞાનને મહાવાક્યર્થ જ્ઞાન કહેવાય છે. અને તે તે વાક્યના તાત્પર્યાર્થના જ્ઞાનને ઔદંપર્યાર્થ જ્ઞાન કહેવાય છે. ન હિંયાત્.... ઈત્યાદિ વાક્યનાં પદોનો નિષેધ વગેરે જે અર્થ છે તેના જ્ઞાનને પદાર્થજ્ઞાન કહેવાય છે. હિંસા નહીં કરવી જોઈએ.... ઈત્યાદિ આકાર (સ્વરૂપ) વાક્યર્થજ્ઞાન કહેવાય છે. હિંસા નહિ કરવી; તો વિહારાદિ વખતે નદી ઊતરવાદિનું વિધાન કઈ રીતે શક્ય બને ? અર્થા ન બને; તેથી અપવાદસ્વરૂપે મમત્વાદિ દોષના પરિહાર માટે નદી ઊતરવાદિ વખતે હિંસા થવા છતાં દોષ નથી. ઉત્સર્ગથી હિંસા કરવી ના જોઈએ. પરંતુ આપવાદિક હિંસા, દોષનું કારણ બનતી નથી. તેને પણ દોષનું કારણ માની લેવામાં આવે તો મમત્વાદિ ઉત્કટ દોષોનો પરિહાર શક્ય નહિ બને. આવા પ્રકારના જ્ઞાનને મહાવાક્યર્થજ્ઞાન કહેવાય છે. અને અને તો ભગવાન
DિEDDDDDDDDDD;
DONGROLOGGINGS
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા જ પ્રમાણ છે. તેની આરાધનામાં જ ધર્મ છે અને તેની વિરાધામાં અધર્મ જ છે. અહિંસા કે હિંસામાં ધર્મ કે અધર્મ નથી.' - આ પ્રમાણેના જ્ઞાનને ઔદંપર્યાર્થજ્ઞાન કહેવાય છે. આવી રીતે શાસ્ત્રના દરેકેદરેક વાક્યના ઔદમ્પર્યાથને મુમુક્ષુ આત્માઓએ જાણી લેવો જોઈએ. શ્રુતજ્ઞાન વાદ્યાર્થના જ્ઞાન સ્વરૂપ છે. ચિન્તાજ્ઞાન મહાવાક્યર્થના જ્ઞાન સ્વરૂપ છે; અને ભાવનાજ્ઞાન ઐઇમ્પર્ધાર્થના જ્ઞાન સ્વરૂપ છે... ઈત્યાદિ વ્યવસ્થિત રીતે સમજી લેવું જોઈએ. પદાર્થજ્ઞાનનો ઉપર જણાવ્યા મુજબ વાદ્યાર્થજ્ઞાનમાં સમાવેશ કે અસમાવેશ કરી શ્રુતજ્ઞાનસ્વરૂપે પદાર્થજ્ઞાનને વર્ણવી શકાય છે અથવા નથી પણ વર્ણવાતું.. ર-૧૧
હવે ચિન્તામય જ્ઞાનનું સ્વરૂપ વર્ણવાય છે – महावाक्यार्थजं सूक्ष्मयुक्त्या स्याद्वादसङ्गतम् । चिन्तामयं विसर्पि स्यात् तैलबिन्दुरिवाम्भसि ॥२-१२॥
“મહાવાક્યાર્થથી ઉત્પન્ન થયેલું, સૂક્ષ્મ યુક્તિથી સ્યાદ્વાદસદ્ગત અને પાણીમાં વિસ્તરતા તેલના બિન્દુની જેમ વિસ્તરતું ચિન્તામય જ્ઞાન છે” – આ પ્રમાણે બારમા શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે વાક્યથી જેમ શ્રુતજ્ઞાન થાય છે તેમ ચિન્તામયજ્ઞાન પણ તેનાથી થાય છે. વાદ્યાર્થજ્ઞાન પછી તે વાક્યથી અન્ય તે તે વાક્યના અર્થની સાથે પૂર્વવાદ્યાર્થ સદ્ગત કઈ રીતે થાય - આવી આકાંક્ષા-જિજ્ઞાસા હોય છે. તેથી ચિન્તામયજ્ઞાન મહાવાક્યાર્થસ્વરૂપ તે તે વસ્તુની આકાંક્ષાથી ઉત્પન્ન થતું હોય છે. કોઈ પણ પ્રાણીની હિંસા કરવી નહિ. ઈત્યાદિ વાદ્યાર્થને જાણ્યા પછી શ્રી જિનેશ્વરદેવોનાં મંદિર બન્ધાવવાં, નવકલ્પી વિહાર કરવા તેમ જ એક પગ પાણીમાં અને એક પગ બહાર ઊંચે અધ્ધર રાખીને નદી ઊતરવી.... વગેરે કઈ રીતે
@DHD
]
D]
]
D]
D]
]
D
SUCNGG BOSCONGS
Page #26
--------------------------------------------------------------------------
________________
શક્ય બને; એ બધાં વાક્યોનો અર્થ કઈ રીતે સફ્ળત કરવો.... વગેરે જિજ્ઞાસા થાય છે. એ જિજ્ઞાસાસ્વરૂપ મહાવાક્યાર્થના કારણે પૂર્વમાં થયેલું જ્ઞાન; સંબંધિત સલ વાક્યાર્થનું અવહન કરે છે. પાણીમાં પડેલું તેલનું બિન્દુ જેમ બધે ફેલાય છે તેમ ચિન્તાજ્ઞાન; અનેક વિષયોમાં વિસ્તરે છે. આ રીતે તે તે વાક્યાર્થસાપેક્ષ અર્થનો નિર્ણય સૂક્ષ્મયુક્તિપૂર્વક થાય છે. સૂક્ષ્મ એવી બુદ્ધિથી સમજી શકાય એવી યુતિને સૂક્ષ્મ યુક્તિ કહેવાય છે. તે તે અર્થનો, અનેકવિધ અપેક્ષાએ પૂર્વાપરના વિરોધને દૂર કરી જે નિર્ણય કરાય છે તે નિર્ણય સમભંગી સ્વરૂપ સ્યાદ્વાદથી સગત હોય છે.
સત્ત્વ-અસત્ત્વ; નિત્યત્વ-અનિત્યત્વ અને ભિન્નત્વઅભિન્નત્વ..... વગેરે ધર્મોનો તે તે અપેક્ષાએ એક જ ઘટાદિ વસ્તુમાં સ્વીકાર કરવો- તેને ‘સ્યાદ્વાદ’ કહેવાય છે. પ્રમાણ અને નયવાક્યથી એવો સ્યાદ્વાદસંગત બોધ થતો હોય છે. વસ્તુના સમગ્ર સ્વરૂપને જણાવનારાં તે તે વાક્યોને પ્રમાણવાક્ય કહેવાય છે. અને વસ્તુના એક અંશને (અસમગ્ર સ્વરૂપને) જણાવનારા વાક્યને નયવાક્ય કહેવાય છે. બંન્ને વાક્યોને આશ્રયીને સમભંગી પ્રવર્તે છે. કોઈ પણ વસ્તુને જણાવવા માટેના વચનના પ્રકારને ભઙ્ગ કહેવાય છે. સ્વાસ્તિ; स्यान्नास्ति; स्यादस्ति नास्ति; स्यादवक्तव्यः ; स्यादस्ति अवक्तव्यः; स्यान्नास्ति अवक्तव्यः भने स्यादस्ति नास्ति अवक्तव्यः પ્રમાણે સમભગ્ગી છે. આ પ્રમાણે સાત ભગોને છોડીને અન્ય આઠમો ભગ નથી. નય, પ્રમાણ અને સમભઙ્ગીનું સ્વરૂપ વિસ્તારથી સમજવા માટે તેની જિજ્ઞાસાવાળાએ રત્નાકરાવતારિકા, જૈનતર્કભાષા વગેરે ગ્રન્થોનું અધ્યયન કરી લેવું જોઈએ..... I૨-૧૨૫
આ
૨૩
RECE dud
-
Page #27
--------------------------------------------------------------------------
________________
ભાવનામય જ્ઞાનનું સ્વરૂપ જણાવાય છે – सर्वत्राज्ञापुरस्कारि ज्ञानं स्याद्भावनामयम् । अशुद्धजात्यरत्नाभासमं तात्पर्यवृत्तितः ॥२-१३॥
તાત્પર્યને આશ્રયીને દરેક સ્થાને ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા જ પ્રધાન છે - એ પ્રમાણેનું, અશુદ્ધ જાત્યરત્નની કાન્તિ જેવું જે જ્ઞાન છે; તેને ભાવનામયજ્ઞાન કહેવાય છે.” આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે મહાવાક્ય(વાક્યોનો સમુદાય)થી દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિની અપેક્ષાએ તેમ જ ઉત્સર્પાદિની અપેક્ષાએ જે અર્થનો નિર્ણય થાય છે તે બધાં સ્થાને અને એક જ તાત્પર્ય છે કે ભગવાન શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા જે પ્રમાણે છે તેમ કરવું. ભગવાનની આજ્ઞા હોય તો કરવું, ભગવાન નિષેધ કરતા હોય તો ન કરવું. કારણ કે ભગવાનની આજ્ઞામાં જ ધર્મ છે, અન્યથા અધર્મ છે. આવી રીતે દરેક પ્રવૃત્તિ-નિવૃત્તિપ્રસંગે આજ્ઞાને આગળ કરનારું અર્થ આજ્ઞાની પ્રધાનતાને જણાવનારું જે જ્ઞાન થાય છે, તેને ભાવનામય જ્ઞાન તરીકે વર્ણવ્યું છે. આ જ્ઞાનથી વિપક્ષની શક્કાનું નિરાકરણ થવાથી પ્રવૃત્તિનિવૃત્તિમાં દૃઢતા આવે છે.
કહેવાનો આશય એ છે કે કોઈની પણ હિંસા કરવી નહિ એ સમજ્યા પછી શ્રી જિનમંદિરાદિના નિર્માણકાર્યથી અને નદી ઊતરવાદિની પ્રવૃત્તિથી જે હિંસા થાય છે તેના કારણે પૂર્વે જાણેલી વાતનો વિરોધ આવે છે. તેને દૂર કરવા માટે વિચારવાથી એ સમજાય છે કે શ્રી જિનાલયાદિના નિર્માણ આદિમાં સ્વરૂપહિંસા છે, અનુબંધહિંસા નથી. શ્રી વીતરાગપરમાત્માએ અનુબન્ધહિંસાનો નિષેધ કર્યો છે, સ્વરૂપહિંસાનો નહિ. તેથી કોઈ વિરોધ નથી. આવું સમજાયા પછી પણ અનુબન્ધહિંસાસ્થળે અને સ્વરૂપહિંસાસ્થળે હિંસા તો થાય છે
DDEDDDDDDDDDDDDDDDED
Page #28
--------------------------------------------------------------------------
________________
જ, તો એક સ્થળે દોષ અને બીજા સ્થળે દોષનો અભાવ કઈ રીતે મનાય ? આવા પ્રકારની વિપક્ષ(વિરોધ)ની શક્કા થતી હોવાથી હિંસાની નિવૃત્તિમાં અને શ્રી જિનાલયાદિના નિર્માણાદિમાં દૃઢતા રહેતી નથી. આવા વખતે ભાવનામયજ્ઞાનથી ભગવાનની આજ્ઞાનું પ્રાધાન્ય બરાબર જણાય છે. તેથી તે સમજે છે કે ભગવાન જેની ના પાડે તે નહીં કરવાનું અને ભગવાન જેની આજ્ઞા(વિધાન) આપે તે કરવાનું. આ સમજણથી મુમુક્ષુઓને પ્રવૃત્તિ-નિવૃત્તિ પ્રત્યે ખૂબ જ દૃઢતા પ્રાપ્ત થાય છે, જેનું માર્ગમાં સ્થિરતા અને ધીરતા પ્રત્યે અનિવાર્ય છે.
આવી રીતે સર્વત્ર મહાવાક્યથી નિર્ણય કરેલા અર્થમાં વિધિ કે નિષેધનું તાત્પર્ય ભગવાનની આજ્ઞા જ છે. દરેક અર્થના તાત્પર્યને જણાવનારું ભાવનામય જ્ઞાન છે. આ જ્ઞાન જેને પ્રાપ્ત થયું હોય તે જીવનું સ્વરૂપ અન્ય જીવો કરતાં અધિક દેદીપ્યમાન હોય છે. ખાણમાં પડેલા જાત્યરત્નની પ્રભા; તે અશુદ્ધ (અસંસ્કૃત) હોવા છતાં બીજાં રત્નોની કાતિની અપેક્ષાએ જેમ અધિક હોય છે તેમ ભાવનામયજ્ઞાનવાળા ભવ્ય આત્માની પ્રભા; અન્ય જીવરત્નની પ્રભા કરતાં અધિક હોય છે. તેથી આ ભાવનામય જ્ઞાનને અશુદ્ધ જાત્યરત્નની આભા સમાન વર્ણવ્યું છે. ભાવનાજ્ઞાનવાળા કેવલજ્ઞાની નથી; તેથી શુદ્ધ નથી. પરંતુ અન્ય જીવોની અપેક્ષાએ તે ભવ્યાત્માઓના જ્ઞાનની આભા અધિક હોય છે.
“ર હિંથી સર્વભૂતાનિ..... ઈત્યાદિ એક વાક્યથી શ્રત, ચિન્તા અને ભાવના સ્વરૂપ વ્યાપાર કઈ રીતે સદ્ગત થાય? કારણ કે એક વાક્યથી એક કૃત (શ્રુતજ્ઞાનના કારણભૂત) સ્વરૂપ વ્યાપાર થઈ જાય તો તેનાથી બીજો વ્યાપાર થઈ શકશે નહિ.' - આ પ્રમાણે નૈયાયિક શક્કા કરે તો તેમને જણાવવું કે તમારા પોતાના મતમાં નો
DDDDDDDED
DeDDDDDDDDD
સ
Page #29
--------------------------------------------------------------------------
________________
ઘટ: (ઘટ નીલરૂપાશ્રય છે)..... ઇત્યાદિ એક જ જ્ઞાનમાં ચક્ષુસ્વરૂપ એક જ ઈન્દ્રિયના સંયોગ, સંયુક્તસમવાય અને સંયુક્તસમવેતસમવાય... ઈત્યાદિ અનેક સન્નિષ હોય છે. અને તેથી સવિકલ્પક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે – એ બધું જેમ તમે સદ્ગત કરો છો તેમ એક વાક્યના કૃતાદિ વ્યાપાર પણ સદ્ગત કરી લેવા. આથી વિશેષ આ વિષયમાં ગ્રન્થકારશ્રીએ “શ્રી ઉપદેશરહસ્ય” માં જણાવ્યું છે. જિજ્ઞાસુઓએ તે ગ્રન્થનું અવલોકન કરવું જોઈએ... ર-૧૩મા
મૃતમય અને ચિન્તામય જ્ઞાન દરમ્યાન જે અવસ્થાવિશેષ હોય છે, તે જણાવાય છે –
आद्येऽविरुद्धार्थतया मनाक् स्याद् दर्शनग्रहः । द्वितीये बुद्धिमाध्यस्थ्यचिन्तायोगात् कदाऽपि न ॥२-१४॥
“મૃતમય જ્ઞાન હોતે છતે અવિરુદ્ધ (સર્વસમત) અર્થના કારણે થોડો પોતાના દર્શનનો આગ્રહ થાય છે. ચિન્તામય જ્ઞાન હોય ત્યારે બુદ્ધિની મધ્યસ્થતાથી અર્થની વિચારણાના કારણે ક્યારે પણ પોતાના દર્શનનો ગ્રહ થતો નથી.” – આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ સર્વ શાસ્ત્રનો અવિરોધી એવો જે અર્થ છે (હિંસા કરવી નહિ.... વગેરે) તેને જણાવનારા વાક્યથી શ્રુતજ્ઞાન થાય છે. એ વખતે શ્રુતજ્ઞાનવાળાને અર્થનો વિરોધ જણાતો ન હોવાથી બધાં શાસ્ત્રો પોતાની માન્યતાનું જ નિરૂપણ કરે છે; તેથી પોતાનું દર્શન સારું છે બીજાનું નહિ' - આવી જાતનો પોતાના દર્શન પ્રત્યે થોડો આગ્રહ થાય છે. વિશેષ જ્ઞાન ન હોવાથી થયેલો એ આગ્રહ કદાગ્રહસ્વરૂપ ન હોવાથી અલ્પ છે. અન્યથા એને ઉત્કટ કહ્યો હોત. માત્ર શ્રુતજ્ઞાનના કારણે જીવને એમ લાગે છે કે પોતાનું જ દર્શન સારું છે. પૂ. ગુરુદેવશ્રીની પરમતારક દેશનાના
dddd/g/bg/bQSRdBdDSMSSQSQS
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રવણથી વાસ્તવિકતાનું જ્ઞાન થવાથી એ આગ્રહ નાશ પામે છે.
બીજું ચિન્તામયજ્ઞાન થયે છતે નય અને પ્રમાણથી પ્રાપ્ત થયેલા જ્ઞાનના માધ્યય્યના કારણે ક્યારે પણ ઉપર જણાવ્યા મુજબ પોતાના દર્શન સંબન્ધી થોડો પણ આગ્રહ થતો નથી. નય અને પ્રમાણના અધિગમથી જેમ સ્વદર્શનમાં જણાવેલા અર્થની વાસ્તવિક્તાનું સમર્થન કરી શકાય છે તેમ પરદર્શનમાં જણાવેલા અર્થની પણ યથાસંભવ વાસ્તવિકતાનું સમર્થન કરી શકાય છે. આવા પ્રકારના સમાન(તુલ્ય) સામર્થ્યને માધ્યશ્ય કહેવાય છે. માત્ર સ્વદર્શનમાં જણાવ્યું છે માટે સારું છે અને પરદર્શનમાં જણાવ્યું છે માટે ખોટું છેએમ સમજીને સ્વ-પરદર્શનમાં જણાવેલા અર્થનું સમર્થન કે નિરાકરણ કરવું, તે માધ્યચ્ય નથી. વસ્તુની વાસ્તવિક્તા અને અવાસ્તવિકતાને જોઈને તેનું સમર્થન કે નિરાકરણ કરવામાં માધ્યચ્ય છે. આવું સામર્થ્ય નય અને પ્રમાણના અધિગમથી સ્વપરદર્શનમાં જણાવેલા પદાર્થના વિષયમાં એકસરખું હોય છે. બધાને સરખા માનવા અથવા એ વિષયમાં તદ્દન મૌન સેવવું - એ માધ્યસ્થ નથી. જેમાં જેટલી વાસ્તવિકતા છે તેમાં તેનું પક્ષપાત વિના સમર્થન કરવાનું જે સામર્થ્ય છે; તે માધ્યચ્યું છે. નય અને પ્રમાણની અપેક્ષાએ કરાતી વિચારણાના કારણે એ માધ્યશ્ય પ્રાપ્ત થાય છે. તેના યોગે આત્માને સ્વદર્શન પ્રત્યે થોડો પણ આગ્રહ થતો નથી. પોતાના એ સામર્થ્યથી પરદર્શનમાં વર્ણવેલી વસ્તુની વાસ્તવિકતાનું સમર્થન, જેટલા પણ અંશે શક્ય હોય તેટલા અંશમાં ચિન્તાજ્ઞાન વખતે કરી લેવાય છે. પરદર્શનની વાત છે માટે તેનું નિરાકરણ કરવું: એવું ચિન્તામયજ્ઞાન વખતે બનતું નથી.આથી જ ઉપદેશપદ માં સ્પષ્ટપણે જણાવ્યું છે કે પરદર્શનમાં પણ અવિસંવાદી જે અર્થ જણાય છે તે દિવાદમલક હોવાથી તેનું નિરાકરણ કરવાથી ખરી
DDDDDDDD Sls | GUCUQDg/Sclero- INS
DDDDDDDDDDDD
Page #31
--------------------------------------------------------------------------
________________
રીતે દૃષ્ટિવાદનું જ નિરાકરણ થાય છે. આશય એ છે કે સર્વદર્શનોનું (પ્રવાદોનું) મૂળ દૃષ્ટિવાદ છે. જૈનદર્શનની સાથે અવિસંવાદી એવો જે કોઈ અર્થ અન્યદર્શનમાં જણાય છે તે દૃષ્ટિવાદમાંથી આવેલો છે. આમ છતાં તે અન્યદર્શનમાં હોવાથી તેનું નિરાકરણ કરાય તો ખરી રીતે તેથી દૃષ્ટિવાદનું જ નિરાકરણ થાય છે, જે મુમુક્ષુઓ માટે યોગ્ય નથી.
અહીં યાદ રાખવું જોઈએ કે અન્યદર્શનમાં જે વિસંવાદી અર્થ છે, તેનું નિરાકરણ કરવામાં કોઈ દોષ નથી. જે કોઈ દોષ છે તે ત્યાં છે કે જ્યાં અવિસંવાદી અર્થ હોવા છતાં માત્ર અન્યદર્શનનો હોવા માત્રથી તેનું નિરાકરણ કરવામાં આવે છે. અર્થના નિરાકરણનો હેતુ તેની વિસંવાદિતા હોવો જોઈએ, તે પરદર્શનોફત છે તેથી તે નિરાકાર્ય નથી. અર્થની નિરાકાર્યતા તેની વિસંવાદિતાના કારણે છે..... ર-૧૪
ભાવનામયજ્ઞાનની અવસ્થાવિશેષ જણાવાય છે – सर्वत्रैव हिता वृत्तिः समापत्त्यानुरूपया। ज्ञाने सञ्जीविनीचारज्ञातेन चरमे स्मृता ॥२-१५॥
છેલ્લે ભાવનામયજ્ઞાન હોતે છતે બધે સ્થાને ઉચિત અનુગ્રહ કરવાના પરિણામના કારણે સંજીવિનીયુકત ચારો ચરાવવાના દૃષ્ટાન્તથી હિતકારિણી પ્રવૃત્તિ થાય છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ સર્વશાસ્ત્રનાં વાક્યોના તાત્પર્યને આશ્રયીને ભાવનામયજ્ઞાનમાં શ્રીવીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞાનું જ પ્રાધાન્ય સમજાય છે. આ અસાર સંસારમાંથી મુક્ત બનાવનારી એકમાત્ર એ પરમતારક આજ્ઞાની જ આરાધના છે. દરેક ભવ્યાત્માઓને એનો યોગ થાય તો તેઓ બધા આ અસાર સંસારથી મુક્ત બની શકે” આવા પ્રકારની અનુગ્રહની
@DDDDDDGE BggLggLggLgS
STUD
]D]D]D]
D]D
Page #32
--------------------------------------------------------------------------
________________
પરિણતિ સ્વરૂપ (તે તે જીવોને) ઉચિત એવી સમાપત્તિથી ભાવનામય જ્ઞાન વખતે જે કોઈ પ્રવૃત્તિ થાય છે તે હિતકારિણી જ બને છે. દેખીતી રીતે તે હિતકારિણી ન દેખાય તોપણ અન્ને (પરિણામે) તે હિતને કરનારી બને છે. એ સમજાવવા માટે અહીં સવિનીચારનું દૃષ્ટાન્ત જણાવ્યું છે. તેનો આશય વૃદ્ધ પુરુષો નીચે જણાવ્યા મુજબ વર્ણવે છે.
કોઈ એક સ્ત્રી હતી. પોતાના પતિને વશ કરવા તેણીએ કોઈ પરિવાજિકાએ દર્શાવેલા ઉપાય વડે બળદ બનાવ્યો. પછી બહુ જ દુ:ખ થયું. તે કૃત્રિમ બળદને તે સ્ત્રી દરરોજ ચરવા માટે લઈ જાય છે. તે એક વાર વડના વૃક્ષ નીચે બેસેલી તે સ્ત્રીએ વિદ્યાધરીના વચનથી બળદને પુરુષ બનાવવાના ઉપાય તરીકે સંજીવિનીને જાણી. પરન્તુ સંજીવિની વિશેષને જાણતી ન હોવાથી તે સ્ત્રીએ તે વડના વૃક્ષની નીચેનો બધો જ ચારો બળદને ચરાવ્યો. કાલાન્તરે તે બળદને ચારાની સાથે સંજીવિની ચરવામાં આવી. અને તેથી બળદ પાછો પુરુષ થયો. અહીં ચારો ચરાવવાની પ્રવૃત્તિ પરિણામે જેમ હિતકારિણી બની તેમ ભાવનામય જ્ઞાન સર્વત્ર કૃપાપરાયણ હોય છે. સામી વ્યક્તિનું તેથી હિત થાય જ એવો એકાન્તે નિયમ નથી. કારણ કે હિત તો તેની યોગ્યતા મુજબ થતું હોય છે. યોગ્યતા સિદ્ધિમાત્રનું પ્રધાન કારણ છે. અયોગ્યને કોઈ પણ કાર્યની પ્રત્યે અધિકાર નથી.
(આ શ્લોકના ભાવાનુવાદ વખતે દ્વાત્રિશત્-દ્વાત્રિંશિા મા. ?; (પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ-ધોળકા) આ પુસ્તકમાં ‘સ્વસિદ્ધાન્ત સર્વદર્શનોના સમૂહ રૂપ છે' આવી બુદ્ધિની થયેલી વ્યુત્પત્તિના પ્રભાવે અન્યદર્શનમાં રહેલા જીવો પર પણ અનુગ્રહ કરવાની પરિણતિ ઊભી થાય છે.... વગેરે જે જણાવ્યું છે, તે વિચારણીય છે.) ૫૨-૧૫
૩૨૯
CAC DD
Page #33
--------------------------------------------------------------------------
________________
ભાવનાજ્ઞાનના જ ફળનો પ્રભાવ જણાવાય છે - एतेनैवोपवासादेवैयावृत्त्यादिघातिनः । नित्यत्वमेकभक्तादे जर्जानन्ति बलवत्तया ॥२-१६॥
“વૈયાવૃત્યાદિગુણનો નાશ કરનારા ઉપવાસાદિની અપેક્ષાએ નિત્ય એકાશનાદિને આ ભાવનામય જ્ઞાનથી જ બલવત્ તરીકે શાસ્ત્રકારો જાણે છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સામાન્ય રીતે શ્રી દશવૈકાલિકાદિમાં ફરમાવ્યું છે કે સંયમના અનુપાલનનો વિરોધ ન આવે તે રીતે દેહના પાલન માટે નિત્ય એકાશન - આ તપ શ્રેષ્ઠ છે. તેમ જ એકાશન કરતાં ઉપવાસાદિ શ્રેષ્ઠ છે- એમ પણ શાસ્ત્રમાં જણાવ્યું છે. તો એ બે કઈ રીતે સદ્ગત થાય ? આ પ્રમાણેની જિજ્ઞાસામાં ભાવનાજ્ઞાનથી મુમુક્ષુ આત્માને સમજાય છે કે ઉપવાસાદિ તપ ર્યા પછી પ્રબળ એવા વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વિહાર અને પ્રતિલેખનાદિ વિહિત ક્રિયાઓ વગેરે ગુણોનો નાશ થતો હોય તો આવા ઉપવાસાદિ તપ કરતાં એવા ગુણોની પ્રાપ્તિ કે રક્ષા માટે કારણભૂત નિત્ય એકાશન શ્રેષ્ઠ છે. ભાવનાજ્ઞાનથી જ એ સમજી શકાય છે. ભાવનાજ્ઞાન ન હોય તો આ રીતે સમજી નહિ શકાય.
ઉપર જણાવ્યા મુજબ ભાવનાજ્ઞાનથી જ; બલવાન એવા વૈયાવૃત્યાદિગુણની હાનિ કરનારા ઉપવાસાદિ તપ કરતાં કરો શિષ્ય તવો ... ઈત્યાદિ આગમપ્રસિદ્ધ નિત્ય એકાશનાદિ તપ શ્રેષ્ઠબલવાન છે. - આ પ્રમાણે શ્રી ઉપદેશપદાદિના કર્તા શ્રીમદ્ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા નિશ્ચિત કરે છે. અન્યથા આ ભાવનાજ્ઞાન ન હોય તો યથાશ્રુતાર્યમાત્રને ગ્રહણ કરનાર, એકાશન કરતાં ઉપવાસ જ બલવાન છે – એમ સમજીને પૂર્વાપરવાક્યના વિરોધનું ઉદ્ભાવન કરવામાં જ પોતાનું જીવન પૂર્ણ કરશે. વિસ્તારથી આ બધું સમજવાની ભાવના જેમને હોય તેમણે ઉપદેશરહસ્યનું અવલોકન કરવું જોઈએ.
D]D]D]D]D]D]D]B5ADDDDDDDED GSSSSSSSS૩૦SqS SqS SqSONG
Page #34
--------------------------------------------------------------------------
________________
‘ત્રિશ-દ્વાન્નિશિ’ મા -૨ (પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ - ધોળકા) આ પુસ્તકમાં આ શ્લોકની (૨-૧૬ની) ટિપ્પણીમાં તેના ભાવાનુવાદકારે જે જણાવ્યું છે તે તદ્દન વિચિત્ર છે. એનો
ખ્યાલ આવે-એ માટે એ અંગે ‘શ્રી જિનશાસનની મોસૈકલક્ષિતામાં થોડું જણાવ્યું હતું. તે અહીં પણ જણાવવાનું આવશ્યક હોવાથી નીચે જણાવ્યું છે.
દેશનાદ્વાત્રિશિકાના ભાવાનુવાદકારે ભાવના જ્ઞાનનું સ્વરૂપ સમજાવતી વખતે.. ““ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ-આવા મતલબના શાસ્ત્રવચન પરથી ભાવનામયજ્ઞાન સુધી ન પહોંચનાર ને માત્ર પદાર્થજ્ઞાનનો જ્ઞાતા બનેલો કહેવાતો વિદ્વાન આટલો બોધ કરી લે છે કે, “ધર્મનું પ્રયોજન મોક્ષ જ હોવું જોઈએ... પણ પછી જ્યારે અર્થવામfમાષિાપિ થર્ષે ઇવ યતિતવ્યમ્ આવું શાસ્ત્રવચન એની સામે ઉપસ્થિત થાય છે ત્યારે એ ભાવનામયજ્ઞાનને પામેલો ન હોવાથી આટલો સરળ વિષયવિભાગ કરી શક્તો નથી કે ધર્મનું પ્રયોજન બતાડવાના અધિકારમાં તેમ જ આશયશુદ્ધિ અંગેના અધિકારમાં, ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ એવું વિધાન આવેલું છે, જ્યારે અર્થકામ માટે શું કરવું' એવી જિજ્ઞાસાના અધિકારમાં એનો નિરવઘ ઉપાય દર્શાવવા માટે તેમ જ પાપયિાઓમાંથી જીવને બહાર કાઢી વધુ ને વધુ ધર્મક્રિયાઓ તરફ વાળવાના અભિપ્રાયથી અર્થકામના ઈચ્છકે પણ ધર્મ જ કરવો જોઈએ’ ઈત્યાદિ વિધાન આવેલું છે. માટે આમાં કોઈ વાસ્તવિક વિરોધ નથી”..... ઈત્યાદિ જણાવ્યું છે.
આ અંગે જણાવવાનું કે – દેશનાદ્રાવિંશિકાના સોળમા શ્લોકની ટિપ્પણીમાં અનુવાદકારે જણાવેલી વિગત તદ્દન ખોટી છે. ઉપર જણાવ્યા મુજબના એવા કોઈ અધિકાર શાસ્ત્રકારશ્રીએ પાડ્યા નથી.
Page #35
--------------------------------------------------------------------------
________________
અને તેથી વિષયવિભાગ કરવાની પણ આવશ્યક્તા નથી. એ માટે ભાવનાજ્ઞાનનો ઉપયોગ કરવાની જરૂર નથી. શાસ્ત્રકાર પરમર્ષિઓની વાતને સમજવા માટે ભાવનાજ્ઞાનની આવશ્યકતા છે. વાતને વિકૃતસ્વરૂપે જણાવવા માટે ભાવનાજ્ઞાનનો ઉપદેશ નથી. મોક્ષ માટે જ ધર્મ કરવો જોઈએ અને અર્થકામના ઈચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ - આવા ભાવને સ્પષ્ટપણે જણાવનારાં તે તે વાક્યોમાં કોઈ જ વિરોધ નથી. ધર્મના મુખ્ય ફળને દર્શાવનારાં અને ધર્મના આનુષગિક ફળને દર્શાવનારાં તે તે વાક્યોમાં પરસ્પર કોઈ જ વિરોધ નથી. એક વસ્તુના તે તે સહકારી કારણવિશેષના સમ્બન્ધથી જુદાં જુદાં ફળ હોય - એ સમજી શકાય છે. ખેતી કરવાના કારણે અનાજ પ્રાપ્ત થાય છે અને ઘાસ પણ પ્રાપ્ત થાય છે. એમાં કોઈ જ વિરોધ નથી. વિવાદ એમાં જ છે કે અનાજ માટે ખેતી કરે છે કે ઘાસ માટે ખેતી કરે છે ? અનાજ માટે ખેતી કરાય કે ઘાસ માટે ખેતી કરાય ? સંસારનાં પૌલિક સુખોને તૃણથી પણ તુચ્છ કોટિનાં વર્ણવવાનું કાર્ય શાસ્ત્રકારોએ કર્યું છે કે નહિ ? આનુષગિક ફળને ઉદ્દેશીને પ્રવૃત્તિ હોય કે મુખ્ય ફળની ઈચ્છાએ પ્રવૃત્તિ હોય ? ધર્મથી મોક્ષ મળે છે અને પૌલિક સુખો પણ મળે છે : એમાં કોઈ જ વિરોધ નથી. પરંતુ ધર્મથી શું મેળવવું; મુખ્ય ફળ મોક્ષ કે આનુષગિક ફળ પૌદ્ગલિક સુખો – એ માટે વિવેકની જરૂર છે, જે ભાવનાજ્ઞાનથી જ મળી શકે છે. ભાવનાજ્ઞાન વિનાના વિવેકહીન બને છે. માત્ર પદાર્થશાનથી સૂત્રના અર્થમાં ગોટાળા કેવા કરે છે – એ દેશના-દ્વાર્નાિશિકાના શ્લો. નં. ૧૬ ની ટિપ્પણી જોવાથી બરાબર સમજી શકાશે.
દેશનાદ્વાત્રિશિકાના શ્લોક નં. ૧૬ માં જ ભાવનાજ્ઞાનની ઉપયોગિતાને સમજાવતાં મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી
DILITYDID]D]D]D STDFDF\ D]D]D]D]D]D Gold Siddle ૩૨illllllh7S
Page #36
--------------------------------------------------------------------------
________________
મહારાજાએ ફરમાવ્યું છે કે બલવ એવા વૈયાવચ્ચ વગેરે ગુણનો ઘાત (હાનિ) કરનારા ઉપવાસ કરતાં શ્રી દશવૈકાલિકસૂત્રમાં જણાવ્યા મુજબનાં નિત્ય એકાશન શ્રેષ્ઠ છે - આ પ્રમાણે ભાવનાજ્ઞાનથી જ પૂ. સાધુભગવન્તો સમજી શકે છે, અન્યથા ભાવનાજ્ઞાનને પામ્યા વિનાના પદાર્થમાત્રના જ્ઞાતાઓ તો નિત્ય એકાશન કરતાં વૈયાવૃત્યાદિ બલવન્દ્ર ગુણના ઘાતક પણ ઉપવાસને શ્રેષ્ઠ સમજે છે. આથી સમજી શકાશે કે – દેશનાદ્વાઢિશિકાના સોળમા શ્લોમાં જે જણાવ્યું છે અને તેના વિવરણકારે ટિપ્પણીમાં જે જણાવ્યું છે – એ બેના આશયમાં ઘણું અંતર છે. એનું કારણ વિવરણકારનું અજ્ઞાન નથી; પરન્તુ બીજું જ કોઈ કદાગ્રહ વગેરે છે – એ સ્પષ્ટ છે... ખેર ! એની સાથે આપણને કોઈ જ નિસબત નથી. આર-૧૬
ભાવનાજ્ઞાનથી જેમ ઈષ્ટની સિદ્ધિ થાય છે તેમ તેના અભાવમાં અનિષ્ટની પ્રાપ્તિ થાય છે, તે જણાવાય છે –
विनैतन्नूनमज्ञेषु धर्मधीरपि न श्रिये । गृहीतग्लानभैषज्यप्रदानाभिग्रहेष्विव ॥२-१७॥
“ભાવનાજ્ઞાનનો અભાવ હોય તો ગ્લાનને ઔષધ આપવાના અભિગ્રહવાળા સાધુઓની જેમ અજ્ઞ(અજ્ઞાની) માણસોને વિશે ચોક્કસ જ ધર્મબુદ્ધિ પણ કલ્યાણકારિણી થતી નથી.- આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે મારે ગ્લાનને ઔષધ આપવું જોઈએ - આવા પ્રકારનો અભિગ્રહ ચાતુર્માસ દરમ્યાન કેટલાક સાધુભગવન્તોએ ગ્રહણ કર્યો હતો. આ રીતનો અભિગ્રહ ધારણ કરવાની તેમની બુદ્ધિ ધર્મવિષયક(ધર્મની) હોવા છતાં તેમને ભાવનાજ્ઞાન ન હોવાથીએ બુદ્ધિ તેમના માટે જેમ કલ્યાણકારિણી ન બની તેમ ભાવનાજ્ઞાન વિના ધર્મબુદ્ધિ પણ કલ્યાણકારિણી થતી નથી. વેર-૧ળા.
DED]D]D]D]D]D]B 99 BEDDDDDDDDDDD dollegedlNfGNS ૩૩dsdsdsdsdElec/
Page #37
--------------------------------------------------------------------------
________________
અભિગ્રહ ધારણ (દવા આપવાનો અભિગ્રહ ધારણ) કરવાની ધર્મબુદ્ધિ પણ કલ્યાણકારિણી કેમ ના બની તે સ્પષ્ટપણે જણાવાય છે
तेषां तथाविधाप्राप्तौ स्वाधन्यत्वविभाविनाम् । चित्तं हि तत्त्वतः साधुग्लानभावाभिसन्धिमत् ॥२-१८॥
“ગ્લાનને ઔષધ પ્રદાન કરવાનો અભિગ્રહ જેમણે ધારણ ર્યો છે તેમને ગ્લાન મહાત્માઓની પ્રાપ્તિ નહિ થવાથી પોતાની જાતને તેઓ અધન્ય માનવા લાગ્યા. તેથી તત્ત્વથી (ભાવથી) તેઓનું ચિત્ત, ‘સાધુભગવન્તો માંદા થયા હોત તો સારું !' આવા અભિપ્રાયવાળું છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે જેઓએ ઉપર જણાવ્યા મુજબ અભિગ્રહ ધારણ ર્યો. પરન્તુ સદ્ભાગ્યે એ વખતે કોઈ જ મહાત્મા માંદા પડ્યા. ત્યારે અભિગ્રહધારી આ મહાત્માને એમ થયું કે “અહો ! હું અધન્ય છું; મારું અભીષ્ટ સિદ્ધ ન થયું.' - આ પ્રમાણે વિચારનારા એ મહાત્માઓનું ચિત્ત અભિગ્રહનો વિષય (બીમાર સાધુમહાત્મા)ન મળવાથી શોકાતુર બન્યું. આથી તત્ત્વદૃષ્ટિએ તો એ ચિત્ત; પૂ. સાધુભગવન્તો માંદા પડે તો સારુંઆવી ભાવનાવાળું છે. આવી ભાવના કોઈ પણ રીતે કલ્યાણકારિણી નથી. જેને ભાવનાજ્ઞાન છે તે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરતા નથી. તેઓ પ્રતિજ્ઞાનો પરમાર્થ સમજતા હોવાથી કોઈ બીમાર પડશે તો તેમને દવા લાવી આપવાની પ્રતિજ્ઞા કરે છે. પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થાય-એ માટે પૂ. સાધુભગવન્તોની બીમારીને તેઓ ઈચ્છતા નથી.
આથી જ અન્યદર્શનકારોએ પણ એ પ્રમાણે માન્યું છે. શ્રી રામચન્દ્રજી દ્વારા સુગ્રીવને તારાની પ્રાપ્તિ થઈ ત્યારે સુગ્રીવે શ્રી રામચન્દ્રજી પ્રત્યે કહ્યું કે જે તમારા વડે મારી ઉપર તારાને પ્રાપ્ત કરાવીને ઉપકાર કરાયો છે તે ઉપકાર શરીરમાં જ વિલીન થાઓ.
@DDDDDHDHDHD, GSSSB/SEidS
Page #38
--------------------------------------------------------------------------
________________
કારણ કે એ ઉપકાર રહેશે તો મારે પ્રત્યુપકાર કરવા આપશ્રીની વિપત્તિની રાહ જોવી પડશે. ઉપકારનું ફળ પ્રત્યુપકાર સામા માણસની વિપત્તિમાં જ મળતું હોય છે. તેથી ઉપકારનું અસ્તિત્વ જ ન રહે – એ સારું છે.
આવી જ રીતે ભાવનામય જ્ઞાનના અભાવમાં માત્ર સ્કૂલ બુદ્ધિથી કરાતાં દાન-દીક્ષાદિ કાર્યો પણ અનર્થને જ કરનારાં છે, કલ્યાણકારી નથી. તેથી જ આ વાત જણાવતાં શ્રી અષ્ટક પ્રકરણમાં જણાવ્યું છે કે સદાને માટે હીન પાત્રાદિને ઉત્તમ માનવાથી વિરુદ્ધકોટિનાં દાનાદિમાં તેમ જ શાન્ચે જણાવેલી મર્યાદાથી વિપરીત રીતે દીક્ષાદિ આપવાથી ધર્મનો વ્યાઘાત જ થાય છે. આશય એ છે કે સામાન્ય રીતે સુપાત્રદાનાદિ કરતી વખતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવનો વિચાર કર્યા વિના અકથ્ય વસ્તુને વહોરાવવાથી તેમ જ અપાત્રને નિર્દોષ વહોરાવવાથી ધર્મ થતો નથી પરંતુ ધર્મનો વ્યાઘાત થાય છે. ભાવનાજ્ઞાન ન હોવાથી, “દાન આપવું જોઈએ એમ સમજીને પાત્ર કે કવ્ય વગેરેનો વિવેક કર્યા વિના કરાતાં દાનાદિથી ધર્મનો વ્યાઘાત થાય- એ સમજી શકાય છે. આવી જ રીતે શાસ્ત્રમાં યોગ્ય મુમુક્ષુને દીક્ષા કે દેશવિરતિ વગેરેનું પ્રદાન કરવા જણાવ્યું હોવા છતાં ભાવનાજ્ઞાનના અભાવે પૂર્વાપરનું અનુસન્ધાન ક્યાં વિના ગમે તે રીતે દીક્ષા આપવાથી પણ ધર્મનો વ્યાઘાત થાય છે. જેટલા દિવસ પાળશે તેટલો તો લાભ છે ને- એમ સમજી ગમે તેને દીક્ષા આપવાનું કાર્ય ભાવનામય જ્ઞાનનું નથી. નાનામાં નાના કાર્યને, પરિણામે સારામાં સારા ફળને આપનારું બનાવવાનું કામ જો કોઈ કરતું હોય તો તે ભાવનામય જ્ઞાન કરે છે. તેના અભાવમાં મોટામાં મોટું કાર્ય પણ અનર્થનું જ કારણ બને છે. આ ભાવનાજ્ઞાનનું વર્ણન કરતી વખતે
D|DIDDEDGE
DE|DADD |D]D]D] OSMSMSMSMSMSMS૩૫dGdGoldboleol climb.
Page #39
--------------------------------------------------------------------------
________________
‘વિંશત્રિશિ' ભા. ૨ (પ્રકા, દિવ્યદર્શન ટ્રસ્ટ-ધોળકા) માં ભાવાનુવાદકારે જે જણાવ્યું છે, તેનું વિવેકપૂર્વક પરીક્ષણ કરવું જોઈએ. ઉન્માર્ગમાંથી માર્ગસ્થ બનાવનારું અને માર્ગમાંથી ઉન્માર્ગે જતાં અટકાવનારું આ ભાવનામય જ્ઞાન છે-આટલું યાદ રાખીને ભાવાનુવાદમાંની તે પુસ્તકમાંની વાતનો વિચાર કરવાથી અનુપપત્તિ જણાશે...... //ર-૧૮
આ રીતે ભાવના જ સર્વક્રિયાઓને ક્રિયાસ્વરૂપે રાખનારી છે; તે દૃઢતાપૂર્વક (સહેતુક) વર્ણવાય છે –
तस्माद् भावनया भाव्यं शास्त्रतत्त्वं विना परम् । परलोकविधौ मानं बलवन्नात्र दृश्यते ॥२-१९॥
“ ઉપર જણાવ્યા મુજબ ભાવનાજ્ઞાન વિનાની સઘળીય ધર્મક્રિયાઓ અનર્થને કરનારી હોવાથી એ નિશ્ચિત થાય છે કે ભાવનાજ્ઞાનથી ભાવિત બનેલા શાસ્ત્રતત્ત્વને છોડીને બીજું કોઈ પરલોકની સાધનામાં પ્રબળ પ્રમાણ નથી.” – આ પ્રમાણે ઓગણીશમાં શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પરલોકમાં કલ્યાણ થાય એ માટે જે ધર્મક્રિયાઓ કરાય છે, તે ધર્મક્રિયાઓ વિવક્ષિત (ઈસ્ટ) ફળને આપવા સમર્થ ત્યારે જ બને છે કે જ્યારે તે ભાવનામયજ્ઞાનથી ભાવિત એવા શાસ્ત્રતત્ત્વને અનુસરતી હોય, અન્યથા તે ક્રિયાઓ પ્રમાણભૂત બનતી નથી. સર્વ ધર્મક્રિયાઓનું પ્રામાણ્ય, આ રીતે ભાવનામય જ્ઞાનથી ઉપજીવી છે. ભાવનાજ્ઞાનના પ્રામાણ્યને આધીન બધી ક્રિયાઓનું પ્રામાણ્ય છે. પરંતુ ભાવનાજ્ઞાનનું પ્રામાણ્ય આ રીતે કોઈ બીજાના પ્રામાણ્યને આધીન નથી. એ જ્ઞાન સ્વયં પ્રમાણભૂત છે. બીજા કોઈના આધારે ભાવનાજ્ઞાનમાં પ્રામાણ્ય આધારિત નથી. તેથી સર્વ ક્રિયાઓને ક્લિાસ્વરૂપે જિવાડનારું આ ભાવનામય જ્ઞાન છે. ભાવનાશાનથી
GDD|DDDDDDDr
\D DEDHIDDEDGE GUG NGS Budge
Page #40
--------------------------------------------------------------------------
________________
ભાવિત એવા શાસ્ત્રતત્ત્વને પંડિતજનો પરીક્ષે છે..... ર-૧૯
બાલાદિ જીવોનું સ્વરૂપ આ રીતે વર્ણવ્યું. હવે તેમને કેવી દેશના આપવી તે જણાવાય છે -
बाह्यक्रियाप्रधानैव देया बालस्य देशना । सेवनीयस्तदाचारो यथाऽसौ स्वास्थ्यमश्नुते ॥२-२०॥
બાહ્યક્તિાપ્રધાન જ દેશના બાલજીવોને આપવી જોઈએ. અને તે બાહ્ય આચારો ઉપદેશકે બાલજીવોની સામે પાળવા જોઈએ, જેથી બાલછવો સ્વાચ્ય પામી શકે.” - આ પ્રમાણે વશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ બાલવો બાફ્યુલિફ્ટ (વેશ-આકારાદિ)ને જોઈને તેની મુખ્યતાએ ધર્મને માનતા હોય છે. તેથી આવા જીવોને બાહ્ય-આકાર-ક્રિયા-પ્રધાન દેશના આપવી જોઈએ. હવે પછીના શ્લોકમાં જણાવ્યા મુજબ લોકોત્તર ધર્મના એવા ઉત્કટ કોટિના બાહ્ય આચાર સમજાવવા કે જેથી એ સાંભળીને બાલજીવોને બાહ્ય ક્રિયાઓની અપેક્ષાએ પણ લૌકિક ધર્મ કરતાં લોકોત્તર ધર્મ સર્વશ્રેષ્ઠ જણાય.
આવા આચારોની અપેક્ષાએ લોકોત્તર ધર્મ સહજ રીતે જ સર્વશ્રેષ્ઠ જણાવતી વખતે ઉપદેશકે એ તકેદારી રાખવી જોઈએ કે પોતે જે આચારોનું વર્ણન કરે તે બધા જ બાલજીવોની સામે સરળતાથી પાળીને બતાવવા. અન્યથા ઉપદેશક એ પાળે નહિ અને માત્ર ઉપદેશ આપ્યા કરે તો બાળ જીવોને એમ થાય કે બોલે છે કાંઈ અને કરે છે કાંઈ. આવું થવાથી તેઓ ઉપદેશકના વચન ઉપર શ્રદ્ધા કેળવી નહિ શકે અને મિથ્યાત્વનો ત્યાગ કરી શકશે નહિ. મિથ્યાત્વના ત્યાગમાં અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં જ કોઈ પણ ધર્માત્માનું સ્વાસ્ય સમાયેલું છે.
D|DF\DTDFDFDFDF\Dછા ૧DEDED]D]D]DED C/ST/MEGGGGGGGGGS SiddEcSdGdGdols
Page #41
--------------------------------------------------------------------------
________________
આ એક જ શ્લોકમાં ગ્રન્થકારશ્રીએ બાલજીવોને કેવી દેશના આપવી જોઈએ તે સ્પષ્ટ રીતે સંક્ષેપથી જણાવ્યું છે. બાલજીવો સંસારના સુખના અર્થી હોય છે અને તેમને સંસારના સુખ માટે ધર્મનો ઉપદેશ આપવો જોઈએ એવી વાત કરી નથી. આચારની દૃષ્ટિએ પણ લોકોત્તર માર્ગના આરાધક પૂ. નિર્ગસ્થ સાધુભગવન્તો સર્વશ્રેષ્ઠ છે-એ સમજાવવાની અને તેની પ્રતીતિ કરાવવાની વાત અહીં ઉપદેશને આશ્રયીને જણાવી છે.
બાલજીવોને આપવાની એ દેશનાનું સ્વરૂપ જોઈએ તો સમજાશે કે વર્તમાનની દેશનાપદ્ધતિનું સ્તર કેટલું નીચું આવ્યું છે. પૂ. સાધુભગવન્તોની બાદ્યકિયાઓની મુખ્યતાએ જ બાલજીવોને દેશના આપવાના બદલે માત્ર સંસારના સુખને પ્રાપ્ત કરવાના ઉપાય સ્વરૂપે અપાતી દેશના બાલ જીવો માટે પણ હિતકારિણી નથી. પૂ. મુનિભગવન્તોના આચારો પ્રત્યે આદર હોય તો જ એવી દેશના આપી શકાશે. માનવ બનાવવાની વાત સાધુ ન રહેવાની ભાવનામાંથી તો જન્મી નહિ હોય ને ? - એવી શંકા જાગ્યા વગર રહેતી નથી. દર્દ ઉત્કટ હોય તો ઔષધ વધુ ઉત્કટ હોવું જોઈએ. કાળ વિષમ હોય તો થોડું વધું સત્ત્વ કેળવવું જોઈએ ને? આપણે આચાર પાળતા નથી માટે આચાર કહેવાનું માંડી વાળવાનું યોગ્ય નથી. આચારકથન તો કરવાનું જ અને સાથે આચાર-પાલન પણ કરવા માટે પ્રયત્ન કરતા રહેવાનું. If૨-૨૦ગા.
બાલજીવોને બાહ્ય-આચારપ્રધાન જ દેશના આપવાની છે. તેમાં કેટલાક બાહ્ય આચારો જણાવાય છે –
सम्यग्लोचो धराशय्या तपश्चित्रं परीषहाः । अल्पोपधित्वमित्यादि बाह्यं बालस्य कथ्यते ॥२-२१॥
GDDED]D]D]D]D],
DિDEDGDDEDGE 'NG ||SONGS
Page #42
--------------------------------------------------------------------------
________________
“સારી રીતે લોચ કરવો; પૃથ્વી ઉપર શયન કરવું; ભિન્ન ભિન્ન જાતના તપ કરવા; પરીષહો સહન કરવા અને અલ્પ ઉપાધિ રાખવી... ઈત્યાદિ બાહ્ય (જોનારની નજરે દેખાય તેવા) આચારો બાલવોને કહેવાય છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે બાલજીવોને પૂ. સાધુભગવન્તોના બાહ્ય આચારો કેવા હોય છે તે જણાવતી વખતે જણાવવું કે માથાના અને દાઢીમૂછના વાળનો લોચ સારી રીતે કરવો. કોઈ પણ જાતની અરતિ વગેરે ન કરવી. હિદુ:ખં મહાફલમ્ -એમ સમજીને લોચ કરવો. પરન્તુ અસ્ત્રા વગેરેથી હજામત કરવી નહિ. પૃથ્વી ઉપર સંથારો પાથરીને શયન કરવું. પલંગ વગેરેનો ઉપયોગ કરવો નહિ. બે ઉપવાસ, ત્રણ ઉપવાસ વગેરે તપ કરવો. સુધા, તૃષા, ઉષ્ણ, શીત અને વધ વગેરે બાવીશ પરીષહો સહન કરવા. કોઈ પણ જાતની દીનતા ન રાખવી. તેમ જ સાધુપણા માટે આવશ્યક એટલી જ ઉપાધિ (વસ્ત્ર-પાત્રાદિ) રાખવી. કોઈ પણ વસ્તુ મૂકી રાખવી પડે અને બીજા દ્વારા મંગાવવી પડે એટલી ઉપાધિ ન રાખવી. અલ્પ જ ઉપધિ રાખવી. આ બધા બાહ્ય આચારો બાલજીવોને કહેવા.
શ્લોકમાંના મદ્રિપદથી સૂચવેલા બીજા પણ આચારો કહેવા. જેમ કે ચાલતી વખતે ખુલ્લા પગે જ ચાલવું. પગમાં કોઈ પણ જાતના ચંપલ કે પાવડી વગેરે ધારણ કરવા નહિ. રાત્રે બે પ્રહર જ નિદ્રા લેવી. પહેલા અને છેલ્લા પ્રહરમાં ઊંઘવાનું નહિ, સ્વાધ્યાય જ કરવાનો. પોતાના માટે રાંધેલું, કાપેલું કે ખરીદેલું હોય તે ભિક્ષામાં લેવાનું નહિ. બેંતાળીશ દોષથી રહિત જ ભિક્ષા લેવાની....... વગેરે પિડેવિશુદ્ધિનું પાલન અઘરું છે. દ્રવ્યને આશ્રયીને અમુક જ વસ્તુ લેવાની. ક્ષેત્રને આશ્રયીને અમુક જ જગ્યામાં લેવાની. કાળને આશ્રયીને અમુક જ
IDDDDDED|D]90 SFD]DEEDED]D]D]D GSSSchologicS૩૯disclqbd6dclol GS
Page #43
--------------------------------------------------------------------------
________________
કાળે અને ભાવને આશ્રયીને અમુક જ પાસેથી લેવાની વગેરે અભિગ્રહ ધારણ કરવા. દૂધ, દહીં, ઘી વગેરે વિગઈનો ત્યાગ કરવાનો. તપમાં એક, બે વગેરે જ દ્રવ્ય વાપરવાનાં અથવા એક, બે વગેરે કોળિયા વાપરવાના. સદાને માટે અનિયતપણે વિહાર કરવાનો, એક જ સ્થાને નહિ રહેવાનું અને સદાને માટે કાયાનો ત્યાગ કરવો, મમત્વ નહિ રાખવાનું........ આ બધા પણ બાહ્ય આચારો બાલજીવોને જણાવવા. અને અવસરે અવસરે તેની આગળ સેવીને બતાવવા. કોઈ વાર આપણાથી એ શક્ય ન હોય તોપણ બાલજીવોની દેખતાં અપવાદ નહિ સેવવા. અન્યથા ઉપદેશકની પ્રત્યે અશ્રદ્ધા થવાથી શ્રોતા(બાલ જીવો)ઓને મિથ્યાત્વની વૃદ્ધિનો પ્રસંગ આવશે.
બાલવોને ઉદ્દેશીને વર્ણવેલા પૂ. સાધુભગવન્તોના બાહ્ય આચારો ખરેખર જ સર્વશ્રેષ્ઠ છે. બીજા કોઈ પણ ધર્મમાં આવા આચારો ઉપદેશેલા નથી. સાધુપણાનું બાહ્ય સ્વરૂપ પણ કેટલું અઘરું છે –એ આથી સમજી શકાય છે. દુનિયાના દાર્શનિકોની જ્યાં નજર પણ પહોંચી નથી એવા આચારોને આત્મસાત્ કરનારા પૂ. મુનિભગવન્તોનું બાહ્ય સ્વરૂપ પણ અદ્ભુત છે. મુનિજીવનની સર્વ - શ્રેષ્ઠતાનો પરિચય કરવા માટે આ આચારોનું પરિશીલન નિરન્તર કરવું જોઈએ. કેટલીક વાર બાહ્ય આચારો પણ આન્તરિક પરિણામોનું પ્રતિબિંબ પાડતા હોય છે. આવા પ્રકારના બાહ્ય આચારોની ઉપેક્ષા ખરી રીતે આન્તરિક અશ્રદ્ધામલને સૂચવનારી છે. સમ્યગ્લોચ; ધરા શધ્યા; ચિત્ર તપ; પરીષહ; અલ્પોધિત્વ: પાદત્રાણરહિતત્વ; બે પ્રહરની રાત્રે નિદ્રા; પિંડવિશુદ્ધિ દ્રવ્યાદિ-અભિગ્રહ વિગઈનો ત્યાગ; એકસિફથાદિ પારણું અનિયતવિહારકલ્પ અને નિત્ય કાયોત્સર્ગ.... આ બધા આચારો ઉપર એક વાર નજર સ્થિર કરવાની જરૂર છે.
DDDDDDDD;
D]D]D
D]D]D]D]D
Page #44
--------------------------------------------------------------------------
________________
-
-
-
શ્રોતા-ગણમાંથી સાચા બાલજીવો તો લગભગ અદૃશ્ય થયા છે. એના અભાવમાં ઉપર જણાવ્યા મુજબની દેશના ન પણ થાય તો ચિન્તા કરવાની આવશ્યકતા નથી. પરંતુ આ આચારો મુનિજીવનમાંથી અદૃશ્ય થાય તો શું થાય - એ ચિન્તા ક્યાં વિના ચાલે એવું નથી. ગમે તે રીતે એ આચારો પ્રત્યે શ્રદ્ધા કેળવીને એની દેશના દ્વારા બાલ-જીવોના હિતની ચિંતા કરવી જોઈએ. અન્યથા શ્રી જિનશાસનની દેશનાપદ્ધતિ લુપ્ત થશે. ર-૨૧ના
મધ્યમજીવોને આપવા યોગ્ય દેશનાનું વર્ણન કરાય છે – मध्यमस्य पुनर्वाच्यं वृत्तं यत्साधुसङ्गतम् । सम्यगीर्यासमित्यादि त्रिकोटीशुद्धभोजनम् ॥२-२२॥
“મધ્યમ કોટિના જીવોને સારી રીતે ઈર્યાસમિતિ, ભાષાસમિતિ વગેરેનું પાલન કરવું તેમ જ ત્રિકોટી પરિશુદ્ધ ભોજન ગ્રહણ કરવું... વગેરે જે પૂ. સાધુભગવન્તોનું સવૃત્ત છે- તે જણાવવું.” – આ પ્રમાણે બાવીશમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય એ છે કે મધ્યમબુદ્ધિવાળા જીવો વૃત્ત(આચાર)ને પ્રાધાન્ય આપે છે. તેથી તેમને તે વૃત્ત સમજાવવું. બાહ્યદૃષ્ટિએ પ્રસિદ્ધ એવા આચારો બાલજીવોને સમજાવવાના છે. અને મધ્યમબુદ્ધિવાળા જીવોને આન્તરિક દૃષ્ટિએ (લોમાં અપ્રસિધ) પ્રસિદ્ધ એવા આચારો સમજાવવાના છે. તે જાણવાથી શ્રોતાને એમ સમજાય છે કે લોકો તો જાણતા જ નથી એવા આચારો આ સાધુભગવન્તો પાળે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુમિ સ્વરૂપ અષ્ટ પ્રવચનમાતાનું પાલન કરવા સ્વરૂપ પૂ. સાધુભગવન્તોનું સવૃત્ત મધ્યમબુદ્ધિવાળાને જણાવતી વખતે સમિતિ-ગુમિનું વિસ્તારથી વર્ણન કરવું. સાથે સાથે તેનું પાલન કરીને પણ બતાવવું. ત્યાર બાદ બીજા આચાર તરીકે ત્રિકોટીપરિશુદ્ધ
DDDDD/ DHDHD
DDTD
GAD
Page #45
--------------------------------------------------------------------------
________________
ભોજન જણાવવું. રાગથી, દ્વેષથી કે અજ્ઞાનથી ગ્રહણ કરેલું કે વાપરેલું જે ન હોય તે ત્રિકોટીપરિશુદ્ધ ભોજન કહેવાય છે. પોતાના માટે કરેલું, કરાવેલું કે અનુમોદેલું જે ન હોય તે ત્રિકોટિપરિશુદ્ધ ભોજન કહેવાય છે. તેમ જ પોતાના માટે કાપેલું, રાંધેલું કે ખરીદેલું જે ન હોય તેને ત્રિકોટિપરિશુદ્ધ ભોજન કહેવાય છે. આવા ભોજનને જ પૂ. સાધુભગવન્તો ગ્રહણ કરતા હોય છે અને વાપરતા હોય છે. જે આવું પરિશુદ્ધ ભોજન ન હોય તેને તેઓ ગ્રહણ કરતા નથી..... આ બધું મધ્યમબુદ્ધિવાળા જીવોને સમજાવવું. અન્યદર્શનમાં આ આચારનું દર્શન નહિ થાય. તેની વાત પણ સાંભળવા નહિ મળે. ।।૨-૨૨
મધ્યમબુદ્ધિવાળાને જ સમજાવવાના કેટલાક આચારો જણાવાય છે .
-
वयः क्रमेणाध्ययनश्रवणध्यानसङ्गतिः ।
सदाशयेनानुगतं पारतन्त्र्यं गुरोरपि ॥२-२३||
“વયના ક્રમે અધ્યયન, શ્રવણ અને ધ્યાન કરવું તેમ જ સદાશયથી યુક્ત ગુરુનું પારતન્ત્ય રાખવું.... આ પણ મધ્યમબુદ્ધિવાળા જીવોને સમજાવવું.'' - આ પ્રમાણે ત્રેવીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂ. સાધુભગવન્તોએ પ્રથમ વયમાં સૂત્રનું અધ્યયન કરવું જોઈએ. મધ્યમ વયમાં અર્થનું શ્રવણ કરવું જોઈએ અને છેલ્લી વયમાં ધ્યાનથી આત્માને ભાવિત બનાવવો જોઈએ : આ પૂ. સાધુભગવન્તોનો આચાર છે. આ પ્રમાણે મધ્યમબુદ્ધિવાળાને સમજાવવું. નિરન્તર સ્વાધ્યાયમાં લીન રહેનારા પૂ. સાધુભગવન્તોની જ્ઞાનસંપાદનની પદ્ધતિ સમજી લેવાની આવશ્યકતા છે. શાસ્ત્રીય રીતે સામાન્યથી બાર વર્ષ સુધી સૂત્ર ભણવાનું છે. અને ત્યાર બાદ તેના અર્થનું શ્રવણ કરવાનું છે. આ રીતે સૂત્ર અને અર્થ : ઉભયના જ્ઞાતા
ET
DETEC
૪૨.
DECE
Page #46
--------------------------------------------------------------------------
________________
બન્યા પછી ધ્યાનથી આત્માને ભાવિત બનાવવો જોઈએ. પૂ. સાધુ ભગવન્તોને ઉદ્દેશીને અહીં અધ્યયનાદિનો વિચાર કર્યો હોવાથી સામાન્ય રીતે દીક્ષા ગ્રહણ કરેલા દિવસથી વયની ગણતરી કરવાની છે. સંયમજીવનનાં શરૂઆતનાં વર્ષોમાં સૂત્રનું અધ્યયન, વચ્ચેનાં વર્ષોમાં અર્થનું અધ્યયન અને છેલ્લાં વર્ષોમાં ધ્યાનથી આત્માને ભાવિત કરવાનું આ પ્રમાણે પૂ. સાધુભગવન્તોનો આચાર મધ્યમજીવોને જણાવવો જોઈએ.
તદુપરાત સદાશયથી ગુરુપારતત્યની સેવા પણ પૂ. સાધુભગવન્તોનો આચાર છે-તે મધ્યમજીવોને સમજાવવું. આ મારા ભવનિસ્તારક છે, સંસારનો અન્ત લાવવામાં નિમિત્ત છે....' ઇત્યાદિ સ્વરૂપ અધ્યવસાયને અહીં સદાશય તરીકે વર્ણવ્યો છે. આવા એક માત્ર સદાશયથી પૂ. ગુરુદેવશ્રીને આધીન થઈને રહેવું તેને ગુરુષારતન્ય કહેવાય છે. અઘરું છે આ ગુરુપારતત્ર્ય ! સ્વાર્થમૂલક ગુરુષારતત્ય હજુ સહેલું છે. પરંતુ ઉપર જણાવ્યા મુજબ સદાશયથી અનુગત એવું ગુરુષારતન્ય ઘણું જ અઘરું છે. મહાત્યાગી (?) અને મહાતપસ્વી(?)ઓને પણ એ કેળવવાનું બનતું નથી. એટલું જ નહિ, જરૂરી પણ લાગતું નથી. પોતાની ઈચ્છાથી માણસ દુઃખ વેઠી શકે છે પરંતુ કોઈની આજ્ઞામાં રહેવાનું ખરેખર જ અતિશય કષ્ટપ્રદ છે. પૌલિક ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ જેટલો પીડાકારક છે એના કરતાં કંઈકગુણો પીડાકારક કોઈની આજ્ઞા માનવાનો પ્રસંગ છે. જેના વિના ચાલે એવું નથી, એ જ જો આ રીતે અનિટ, અઘરું અને અત્યન્તકષ્ટપ્રદ જણાય તો ભવનિસ્તાર કઈ રીતે થાય ? - આ બધું મધ્યમબુદ્ધિવાળા જીવોને પૂ. સાધુભગવન્તોના સવૃત્તમાં જણાવવું.... ર-૨૩
GURUDEPENDEEn\DTV9EDEDDED]]D]@
Page #47
--------------------------------------------------------------------------
________________
પંડિતજનોને ઉચિત દેશનાને જણાવાય છે – वचनाराधनाद् धर्मोऽधर्मस्तस्य च बाधनात् । धर्मगुह्यमिदं वाच्यं बुधस्य च विपश्चिता ॥२-२४॥
“વચનની આરાધનાથી ધર્મ છે અને અધર્મ વચનના બાધથી થાય છે - આ ધર્મનું રહસ્ય વિદ્વાને પંડિતજનોને સમજાવવું જોઈએ.” - આ પ્રમાણે ચોવીશમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે ભાવનાજ્ઞાનથી ભાવવાયોગ્ય વસ્તુના ઔદમ્પર્વને માનનારા પંડિતજનોને વિદ્વાન ધર્મોપદેશકે ધર્મનું પરમરહસ્ય સમજાવવું જોઈએ. શ્રીતીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલા પરમતારક આગમને અનુસારે જ આરાધના કરવાથી ધર્મ થાય છે. અને એ પરમતારક આગમનો બાધ થવાથી (આગમવિરુદ્ધ વર્તવાથી) અધર્મ થાય છે. આ ધર્મનું પરમરહસ્ય છે.
પરમાત્માના વચનની આરાધનામાં જ ધર્મ છે અને તે વચનની બાધામાં જ અધર્મ છે - આવો એકાન્ત; કોઈ પણ ક્યિા વગેરેમાં નથી. અહિંસાદિમાં એકાન્ત ધર્મ નથી અને હિંસાદિમાં એકાન્ત અધર્મ નથી. શ્રી તીર્થંકરપરમાત્માના વચનાનુસાર અહિંસાદિમાં ધર્મ છે અને તેની બાધાનુસાર તેમાં અધર્મ છે. આવી જ રીતે શ્રી તીર્થંકર પરમાત્માના વચનાનુસાર યતનાપૂર્વક નદી ઊતરવાદિમાં થતી હિંસામાં અધર્મ નથી અને વચનનિરપેક્ષ તેમાં અધર્મ છે. આ રીતે અહિંસાદિમાં કથંચિ ધર્મ છે અને હિંસાદિમાં કથંચિદ્ર અધર્મ છે. વચનની આરાધનામાં કે બ્રિાધામાં અનુક્રમે એકાન્ત ધર્મ અને અધર્મ છે. આ રીતે બધી જ ક્રિયાઓને ગૌણ બનાવી છે અને ભગવાનના પરમતારક વચનને પ્રધાન બનાવ્યું છે જેમાં એવું ધર્મગદ્ય-રહસ્ય પંડિત- જીવોને સમજાવવું. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં સઘળાં અનુષ્ઠાનો
GEddddddddlS
dE SONGS]NZdSS
Page #48
--------------------------------------------------------------------------
________________
તેઓશ્રીના પરમતારક વચનને આધીન છે. વચન કરતાં અનુષ્ઠાન કોઈ પણ રીતે મહાન નથી - એ નિરન્તર યાદ રાખવું. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનના પ્રાધાન્યને સમજવાનું ખૂબ જ અઘરું છે, પંડિતજનોને એ સમજાય છે.આજ્ઞાનું પ્રાધાન્ય સમજાવવા દરેક ધર્માનુષ્ઠાનના રહસ્યને સમજાવવાનું આવશ્યક બને છે. અન્તે ધર્મના પરમરહસ્ય-રૂપે આજ્ઞાની પ્રતીતિ થાય છે. વિદ્વાન ધર્મોપદેશક સિવાય એ રીતે આજ્ઞાની પ્રધાનતાને વર્ણવવાનું બીજા ઉપદેશકો માટે શક્ય નથી. ભાવનાજ્ઞાનથી ભાવિત ઉપદેશક ન હોય તો કેવી સ્થિતિ નિર્માણ પામે છે - તેનું વર્ણન કરવાની જરૂર નથી. ઓછાવધતા પ્રમાણમાં એનો અનુભવ આપણને છે જ. ૨-૨૪૫
ભાવનામય જ્ઞાનથી ધર્મના રહસ્યભૂત આજ્ઞાના પ્રાધાન્યને પ્રાપ્ત કરવાથી પ્રાપ્ત થતા ફળને જણાવાય છે
इत्थमाज्ञादरद्वारा हृदयस्थे जिने सति ।
भवेत् समरसापत्तिः फलं ध्यानस्य या परम् ॥२-२५॥ “આ રીતે આજ્ઞાદર દ્વારા શ્રી જિનેશ્વરદેવ હૃદયસ્થ બન્યે છતે ‘સમરસાપત્તિ’ પ્રાપ્ત થાય છે, જે ધ્યાનનું શ્રેષ્ઠ ફળ છે.'' આ પ્રમાણે પચીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ભગવાન શ્રી જિનેશ્વરદેવોના વચન પ્રત્યેના બહુમાન દ્વારા શ્રી તીર્થંકરપરમાત્મા હૃદયસ્થ બને છે. વિહિત તે તે અનુષ્ઠાન કરતી વખતે તેમ જ તે તે નિષિદ્ધની નિવૃત્તિ વખતે નિરન્તર ભગવાનના વચનમાં પ્રાધાન્યનો ઉપયોગ હોવાથી પરમાત્માનું જ ધ્યાન હોય છે. આ ધ્યાન દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. તેને જ અહીં પરમાત્માની હૃદયસ્થતા જણાવી છે.
પરમાત્મા હૃદયસ્થ બન્યા પછી આત્માને સમરસાપત્તિ પ્રાપ્ત
૪૫
HEHE
7QUED Udd
1
pp GU
Page #49
--------------------------------------------------------------------------
________________
થાય છે. સમરસાપત્તિનો અર્થ સમતાપત્તિ છે. પરમાત્માની સાથે જીવાત્માની સમાન અવસ્થાને સમતાપત્તિ કહેવાય છે. ધ્યાનના પરમ ફળ તરીકે આ સમરસાપત્તિને વર્ણવી છે. ‘મોક્ષના બીજભૂત સમ્યગ્દર્શનાદિ સ્વરૂપ યોગના સ્વામીઓની આ સમતાપત્તિ માતા છે.'
આ પ્રમાણે શ્રીષોડશક પ્રકરણમાં મૅભેદ યોનિમાતા આ ગ્રન્થથી જણાવ્યું છે. એ વાત ખૂબ જ સરળતાથી સમજી શકાય એવી છે. કારણ કે શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં પરમતારક વચનોનું પ્રાધાન્ય ન સમજાય તો આત્માને યોગની પ્રાપ્તિ જ થાય એમ નથી. યોગીજનોનો જન્મ જ ઉપર જણાવ્યા મુજબ વચનમય સમાપત્તિથી થતો હોય છે. આથી સમજી શકાશે કે સમાપત્તિસ્વરૂપ અસઙ્ગાનુષ્ઠાન જેનું ફળ છે તે વચનાનુષ્ઠાન આજ્ઞાના આદર દ્વારા જ ઉપપન્ન થાય છે, તેથી આજ્ઞાનો આદર જ શ્રેષ્ઠ છે.
કહેવાનો આશય એ છે કે સદનુષ્ઠાન ચાર પ્રકારનું છે. સામાન્ય રીતે પ્રીતિના કારણે થતું અનુષ્ઠાન પ્રીત્યનુષ્ઠાન છે. પવિત્રતાના કારણે થતું અનુષ્ઠાન ભક્ત્યનુષ્ઠાન છે. માત્ર શ્રી તીર્થંકરદેવોએ ઉપદેશેલું અનુષ્ઠાન છે માટે જે અનુષ્ઠાન કરાય છે તે વચનાનુષ્ઠાન છે. અને વચનાનુષ્ઠાનના અભ્યાસાતિશયથી સ્વાભાવિક રીતે થતા અનુષ્ઠાનને અસંગાનુષ્ઠાન કહેવાય છે. અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિથી આત્મા શ્રી તીર્થંકરપરમાત્માના વચનમય બને છે. મુખ્યપણે સામર્થ્યયોગમાં પ્રાપ્ત થનારું અસંગાનુષ્ઠાન; સમરસાપત્તિ(સમાપત્તિ-સમતાપત્તિ)સ્વરૂપ છે. અને તે વચનાનુષ્ઠાનનું એકમાત્ર ફળ છે. વચનની પવિત્ર આરાધનાનો એ એકમાત્ર ઉદ્દેશ હોય છે. ભગવાનની આજ્ઞા પ્રત્યે બહુમાન ન હોય તો વચનાનુષ્ઠાનની પ્રાપ્તિની જ સંભાવના નથી, તેથી તેના ફળસ્વરૂપે પ્રાપ્ત થનારા સમાપત્તિસ્વરૂપ અસંગાનુષ્ઠાનની સંભાવના પણ રહેતી નથી. આ રીતે શ્રી તીર્થંકરપરમાત્માની પરમતારક આજ્ઞા પ્રત્યેનો
CEEDE
EZEDD
Page #50
--------------------------------------------------------------------------
________________
આદર શ્રેષ્ઠ છે. મુમુક્ષુઓએ આજ્ઞા પ્રત્યે આદર કેળવી લેવો જોઈએ. આજ્ઞાનું પ્રાધાન્ય નહિ સમજનારા પંડિત નથી. એ યાદ રાખવાનું આવશ્યક છે.
ભગવાન શ્રી જિનેશ્વરદેવોના વચનપૂર્વકના અનુષ્ઠાનથી જેમ અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે, તેમ વચનનિરપેક્ષ કે વચનના ઉપયોગથી શૂન્ય એવા અનુષ્ઠાનથી અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થતી નથી, તેથી વચન પ્રત્યેનો આદર જ શ્રેષ્ઠ છે. “ઉપયોગશૂન્ય કે વચનનિરપેક્ષ એવી ક્રિયા પછી ભગવાનનું અનુધ્યાન થવાથી અસદ્ગાનુષ્ઠાનની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી વચનપૂર્વકની જ ક્રિયાથી સમાપત્તિ થાય છે અને તકિન્નરપેક્ષ એવી ક્વિાન્તરોમાં, તેની ઉપપત્તિ થતી નથી.' - આ પ્રમાણે કહેવાનું અયુત છે:” આ મુજબ નહીં કહેવું જોઈએ. કારણ કે વચનનિરપેક્ષાદિ ક્રિયાઓ પ્રસંગે ચોક્કસપણે ભગવાનનું અનુધ્યાન થાય જ એવો નિયમ નથી. કવચિદ્ર એવી કિયાઓ પછી જ્યાં પણ અસદ્ગની પ્રાપ્તિ થાય છે, ત્યાં પણ ભગવાનના અનુધ્યાનથી જ થાય છે. તેથી અસદ્ગાનુષ્ઠાનની પ્રાપ્તિમાં પ્રાધાન્ય તો ભગવાનની આજ્ઞાના આદરનું જ રહે છે. એ આદરના સંબન્ધથી જ અન્યત્ર ક્રિયાન્તરમાં સમાપત્તિની પ્રયોજકતા હોવાથી ક્રિયાન્તરનું પ્રાધાન્ય નથી. (ગૌણત્વ છે) - એ સ્પષ્ટ છે-આ બધું જ પંડિતજનોને સમજાવવું.
ચોવીસમા અને પચીશમા શ્લોકમાં જણાવેલી વાતનો કોઈ પણ જાતના કદાગ્રહ વિના વિચાર કરવાથી ભાવનાજ્ઞાન, વચન પ્રત્યેનો આદર; સમાપત્તિ; અસાનુષ્ઠાન અને પંડિતજનોને આપવા યોગ્ય દેશના વગેરેનો સ્પષ્ટ ખ્યાલ આવ્યા વિના નહિ રહે. છેલ્લા બે શ્લોક્યાં સામર્થ્યયોગની નજીકમાં પહોંચવા માટેની પરમતારક ભૂમિકાનું, સંક્ષેપથી
G]D]DDDDDDDED
alp0UQDTDODDDRD
Page #51
--------------------------------------------------------------------------
________________
પણ ખૂબ જ સ્પષ્ટ નિરૂપણ છે. સમગ્ર પ્રકરણનો સાર ભગવાન શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનના આદરમાં સમાવિષ્ટ છે. મુમુક્ષુજનોએ એ આદરની પ્રકર્ષ અવસ્થાને પ્રાપ્ત કરવા શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાને આત્મસાત્ કરી લેવી જોઈએ... આ જણાવવાનું કારણ એ છે કે ત્રિશ-વિંશિT મ. પ્રકાશક: દિવ્યદર્શન ટ્રસ્ટ-ધોળકા' આ પુસ્તકના પે.નં. પ૫ માં અનુવાદકશ્રીએ જે જણાવ્યું છે, તેની વિચિત્રતાનો વાંચકોને ખ્યાલ આવે.
અનુવાદકશ્રીની દૃષ્ટિએ જે સાચું છે તે ક્ષણવાર માની લઈએ કે શાસ્ત્રના નામે દંભ કરનારાને આશ્રયીને સાચું છે. પરંતુ એમાં શાસ્ત્ર કે શાસ્ત્રવિદોનો ક્યો અપરાધ છે કે અનુવાદકશ્રીને આ રીતે વિકૃત લખવાની આવશ્યકતા ઊભી થાય. અનુવાદકશ્રીએ પોતાનું લખાણ નિષ્પક્ષભાવે શાંતિથી વારંવાર વાંચી લેવું જોઈએ, જેથી તેઓ સમજી શકશે કે પોતે કરેલી ટીકાના ભોગ પોતે જ બન્યા છે. પોતાના અનુયાયીવર્ગને એ બધું વારંવાર વંચાવવાની જરૂર છે. દ્વાત્રિશ દ્રાવિંશિકા જેવા આત્મલક્ષી આકર ગ્રન્થના અનુવાદ વખતે અનુવાદકશ્રીએ પોતાની જાત છુપાવી નથી – એ આપણું ખરેખર જ સદ્ભાગ્ય છે. અન્યથા આપણને તેઓશ્રીનો પરિચય કરવાની તક મળતા નહિ. શાસ્ત્રના નામે પોતાની કદાગ્રહપૂર્ણ માન્યતાઓનું સમર્થન કરવાની વૃત્તિ જેમ ભાવનામય જ્ઞાનનું લક્ષણ નથી તેમ વર્ષોથી જેનું લખી-બોલીને સમર્થન કરતા આવેલા; તેનો માત્ર એક વ્યક્તિ પ્રત્યેની દ્વેષ, ઈર્ષ્યા અને માત્સર્ય વગેરેના કારણે ત્યાગ કરવાની પ્રવૃત્તિ પણ ભાવનામય જ્ઞાનનું લક્ષણ નથી. પોતાને ઈષ્ટ એવા અર્થને સિદ્ધ કરવા શાસ્ત્ર જોવાં નથી, શાસ્ત્રકારોને અપ્રામાણિક ગણાવવા છે અને શાસ્ત્રના જાણકારોની મશ્કરી કરવી છે. - આ બધી પ્રવૃત્તિ ભાવનામય જ્ઞાન
GDC]D]D]D]D]BEDED SEDED]D]D]D]D]D] ASીSિINESSAGE ૪૮ked dd/6d676765
Page #52
--------------------------------------------------------------------------
________________
માટે અહિતકારિણી છે. વ્યવહાર-નિશ્ચય; ઉત્સર્ગ–અપવાદ અને સાપેક્ષ-નિરપેક્ષ.... વગેરે વિકલ્પગર્ભિત વાતો કરી અનુવાદકારે વિચિત્ર રજૂઆત કરી છે. એની પાછળની એમની ભાવના ગમે તે હોય પરન્તુ એ પ્રવૃત્તિ ભાવનાજ્ઞાનથી આત્માને દૂર કરનારી છે..... ૨-૨૫॥
આ રીતે બાલ, મધ્યમ અને પંડિત જીવોને આપવાયોગ્ય દેશનાનું વર્ણન પૂર્ણ થયું. બાલાદિ જીવોને ઉપર જણાવ્યા મુજબ તે તે નયની દેશના કઈ રીતે અપાય ? કારણ કે દેશના તો સર્વનયોનીપ્રમાણભૂત આપવી જોઈએ. આવી શંકા કરીને તેનું સમાધાન કરાય છે –
देश कनयाक्रान्ता कथं बालाद्यपेक्षया । इति चेदित्थमेव स्यात् तद्बुद्धिपरिकर्मणा ॥२-२६॥ બાલાદિ જીવોને ધર્મનું રહસ્ય કહેવામાં ન આવે તો માત્ર વ્યવહાર કે નિશ્ચયનયની પ્રધાનતાએ દેશના આપવાનું કઈ રીતે યોગ્ય છે ? - આ પ્રમાણે શકા નહિ કરવી જોઈએ. કારણ કે બાલાદિ જીવોની બુદ્ધિ આ રીતે જ પરિકર્મિત થતી હોય છે. - આ પ્રમાણે છવ્વીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ બાલજીવોને બાહ્ય આચારની મુખ્યતાએ; મધ્યમજીવોને આભ્યન્તર આચારની મુખ્યતાએ વ્યવહારનયપ્રધાન દેશના આપવાની છે અને પંડિતજનોને ધર્મના રહસ્યની પ્રધાનતાએ નિશ્ચય (આન્તરિક આજ્ઞા-બહુમાનાદિ-પરિણતિ) નયપ્રધાન દેશના આપવાની છે. પરન્તુ
જ
-
આ રીતે એક નયપ્રધાન દેશના આપવાનું ઉચિત નથી. કારણ કે આવી એકાન્તદેશનામાં મિથ્યાત્વદોષનો પ્રસઙ્ગ આવે છે. - આ પ્રમાણે શકાકારનું કહેવું છે. તેના સમાધાનમાં ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે આ રીતે બાલાદિ જીવોની અપેક્ષાએ વ્યવહાર કે નિશ્ર્ચયાદિની મુખ્યતાએ જ દેશના આપવાથી બાલાદિ જીવોની બુદ્ધિ પરિકર્મિત બને છે.
ECCEEDE HdDUuUu4UDU GODE
૪૯
'EDEEEEE GODDBG/G/G/]
Page #53
--------------------------------------------------------------------------
________________
સામાન્ય રીતે વર્તમાનમાં બાલાદિ જીવોને વ્યવહારાદિનયની મુખ્યતાએ જે અર્થ જણાવાય છે; તેનાથી બીજો નિશ્ર્ચયાદિનયની મુખ્યતાએ જે અર્થ જણાવાય, તે અર્થ સ્વરૂપ અર્થાન્તરને ભવિષ્યમાં સરળતાથી ગ્રહણ કરી શકવાનું સામર્થ્ય અહીં બુદ્ધિનું પરિકર્મ છે.
યદ્યપિ આ રીતે પણ બાલાદિ જીવોને એકાન્તદેશના આપવાથી મિથ્યાત્વનો પ્રસંગ આવે જ છે. કારણ કે એકાન્તમાં મિથ્યાત્વ છે. પરન્તુ અહીં બાલાદિ જીવોને વ્યવહારાદિપ્રધાન દેશના આપતી વખતે નિશ્ચયાદિ-અર્થાન્તરના પ્રતિપક્ષ તરીકે વ્યવહારાદિનું પ્રાધાન્ય જણાવાતું નથી. તેમ જ ભવિષ્યમાં બુદ્ધિની પરિકર્મિતતામાં નિશ્ચયાદિનયાન્તરના વ્યવસ્થાપનનો પરિણામ છે. આથી સમજી શકાશે કે નિશ્ર્ચયાદિનયાન્તરની વ્યવસ્થાપનાના પરિણામકાળે વ્યવહારાદિનયપ્રધાન દેશના નિશ્ચયાદિનયસ્વરૂપ અર્થાન્તરના પ્રતિપક્ષ સ્વરૂપ ન હોવાથી પરમાર્થથી કોઈ દોષ નથી. શિષ્યની બુદ્ધિને પરિકર્મિત કરવા માટે વ્યવહારાદિનયપ્રધાન દેશનાનું પણ સમર્થન સમ્મતિતઽદિ-ગ્રન્થમાં કરાયું છે.
૫૨-૨૬॥
ઉપર જણાવ્યા મુજબ બાલાદિ જીવોને અપાતી એકનયાક્રાન્તદેશનામાં કોઈ દોષ ન હોય તોપણ તે દેશનાથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થતી ન હોવાથી તેને પ્રમાણભૂત કઈ રીતે મનાય ? - આવી શક્કાનું સમાધાન કરાય છે -
प्रमाणदेशनैवेयं ततो योग्यतया मता ।
द्रव्यतः सापि नो मानं वैपरीत्यं यया भवेत् ॥ २ - २७॥ ‘બાલાદિ જીવોને અપાતી વ્યવહારપ્રધાનાદિ દેશના; તેમની બુદ્ધિની પરિકર્મિતતાથી અન્યનયાદિને ગ્રહણ માટે યોગ્ય બને છે.
Ed DDDD
૫૦
DHODI
DOD
Page #54
--------------------------------------------------------------------------
________________
તેથી તેને લઈને આ દેશના પણ પ્રમાણદેશના જ મનાય છે. જેનાથી બુદ્ધિની વિપરીતતા થાય છે એવી પ્રમાણદેશનાથી તત્ત્વપ્રાપ્તિ થતી ન હોવાથી તે દ્રવ્યથી જ (અપ્રધાન દ્રવ્યથી જ) પ્રમાણદેશના હોવાથી તે પ્રમાણ મનાતી નથી. આ પ્રમાણે સત્તાવીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે બાલાદિ જીવોને વ્યવહારપ્રધાનાદિ દેશના આપવાથી તેમની બુદ્ધિ પરિકર્મિત બને છે. તેથી ભવિષ્યમાં તે આત્માઓને નયાન્તર(નિયાદિ)ની વ્યુત્પત્તિ કરાવાય છે, જેથી તેમને ક્રમે કરી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ રીતે પ્રમાણદેશનાથી સાધ્ય એવું કાર્ય પણ તે તે નયોની દેશના દ્વારા ક્રમે કરી થતું હોય છે. પ્રમાણદેશનાના કાર્ય(વસ્તુતત્ત્વની પ્રામિ)ને સિદ્ધ કરવાની યોગ્યતા હોવાથી તે તે નયોની દેશના પણ પ્રમાણદેશના છે. બાલાદિ જીવોને અપાતી વ્યવહારપ્રધાન દેશના અને બુદ્ધિ પરિકર્ષિત થયે છતે ભવિષ્યમાં આપવામાં આવનારી નયાન્તર(નિશ્ચય)પ્રધાનાદિ દેશના : એ બેના સમાહારથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બાલાદિ જીવોને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે આ જ રીત છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.
આનાથી તદ્દન વિપરીત એ છે કે બાલાદિ જીવોને વસ્તુના સમગ્ર સ્વરૂપને જણાવનારી પ્રમાણભૂત દેશના અપાય તો તે પ્રમાણભૂત મનાતી નથી. કારણ કે એવી દેશના માટે બાલાદિ જીવો પરિકર્મિત બુદ્ધિવાળા ન હોવાથી યોગ્ય નથી. તેથી તેવા જીવોને તેવી દેશના આપવાથી તે જીવોને બુદ્ધિના નાશ સ્વરૂપ વિપરીતતાની જ પ્રાપ્તિ થતી હોય છે. પ્રમાણભૂત દેશનાના ફળ તરીકે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી બાલાદિ જીવોની અપેક્ષાએ તે દેશના દ્રવ્યદેશના બને છે. કારણ કે જે; ફળની પ્રત્યે કારણ બનતું નથી તે અપ્રધાનદ્રવ્ય છે, ભાવ કે પ્રધાનદ્રવ્ય સ્વરૂપ નથી મનાતું. આથી સમજી શકાશે કે અયોગ્ય
bg/b/g/ST/CONGS
Page #55
--------------------------------------------------------------------------
________________
જીવોને અપાતી પ્રમાણભૂત દેશના અપ્રધાન-દ્રવ્યદેશના-સ્વરૂપ હોવાથી અપ્રમાણ છે, પ્રમાણભૂત નથી. એની અપેક્ષાએ બાલાદિ જીવોને વ્યવહારપ્રધાનાદિ દેશના આપવાથી તેમની બુદ્ધિને પરિકર્ષિત કરવા દ્વારા કાલાન્તરે નયાન્તરની વ્યુત્પત્તિ કરાવવાથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી નયપ્રધાન દેશના પણ પ્રમાણદેશના માટે યોગ્ય હોવાથી પ્રમાણભૂત છે... //ર-રણા
બાલાદિ જીવોને એક નયની દેશના પણ જે રીતે આપવાની છે તે જણાવાય છે –
आदौ यथारुचि श्राव्यं ततो वाच्यं नयान्तरम् । ज्ञाते त्वेकनयेऽन्यस्मात् परिशिष्टं प्रदर्शयेत् ॥२-२८॥
શરૂઆતમાં શ્રોતાની રુચિ પ્રમાણેના નયને અનુકૂળ એવું શ્રી જિનવચન સંભળાવવું, ત્યાર પછી શ્રોતાને બીજા નયનું શ્રવણ કરાવવું. આ રીતે એક નયની વાત શ્રોતાએ જાણી લીધી હોય ત્યારે બાકીની બધી વાતો જણાવવી.” આ પ્રમાણે અઠાવીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જ્યારે બાલાદિ શ્રોતા ધર્મશ્રવણ માટે ઉપસ્થિત થાય ત્યારે ધર્મદેશકે સૌથી પ્રથમ શ્રોતાને જે નયમાં રુચિ હોય તે નયને અનુકૂળ એવી શ્રી જિનવચનની વાત કરવી. ત્યાર પછી શ્રોતા પોતાને પરતત્ર થયો છે કે નહિ, તેમ જ તેની બુદ્ધિ પરિકર્મિત થઈ છે કે નહિ તે જાણીને પોતાના સિદ્ધાન્તથી અતિરિક્ત એવા નયાન્તરનું પ્રતિપાદન કરવું. આથી શ્રોતા એક નયનો જ્ઞાતા બને એટલે પછી શ્રોતાને જેનું જ્ઞાન નથી એવા બાકીના અજ્ઞાત નયાન્તરોનું પ્રતિપાદન કરવું. કારણ કે મહાપુરુષોની પ્રવૃત્તિ; બીજાને જે અપ્રામ છે તેને પ્રાપ્ત કરાવનારી હોવાથી શ્રેષ્ઠ છે.
ધર્મના પરમતારક એવા ઉપદેશકાદિ મહાત્માઓ આપણને
HD]D]D]D]D]D]D]
D
G DTDODADDDDDDDED GoldSMSMSMSMS૧૨ /GOSWAMS/NOSTS
Page #56
--------------------------------------------------------------------------
________________
નહિ મળેલા જ્ઞાનાદિગુણોની પ્રાપ્તિ થાય એ માટે પ્રવૃત્તિ કરતા હોય છે. એ મુજબ પોતાની પાસે ઉપસ્થિત શ્રોતાને આકૃષ્ટ કરવા ધર્મોપદેશક તેની રુચિ પ્રમાણેના નયને અનુકૂળ શ્રી જિનવચનની દેશના આપે છે. શ્રોતા આકૃષ્ટ ન બને તો ધર્મના ઉપદેશકની વાત ઉપયોગપૂર્વક તે નહિ સાંભળે. અને શ્રોતાની બુદ્ધિ પરિકર્મિત બને નહિ તો તેને બીજા નયોની વાત સમજાશે નહિ. તેથી ધર્મોપદેશકે તે તે શ્રોતાને પ્રથમ તેની રુચિ મુજબ અને ત્યાર બાદ નયાન્તરસાપેક્ષ એવું શ્રી જિનવચન સમજાવવું જોઈએ. આ રીતે આકૃષ્ટ શ્રોતા અને પરિકર્મિતબુદ્ધિવાળો શ્રોતા પરિશિષ્ટ અર્થશ્રવણ કરવા માટે યોગ્ય બને છે, જે ક્રમે કરી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બને છે. ર-૨૮
મહાત્માઓનો કોઈ પણ કાર્યનો આરંભ અપ્રામની પ્રાપ્તિ કરાવવા માટે હોય છે - તે વાતનું દૃષ્ટાન્તથી સમર્થન કરાય છે – संविग्नभाविता ये स्यु र्ये च पार्श्वस्थभाविताः। मुक्त्वा द्रव्यादिकं तेषां शुद्धोञ्छं तेन दर्शितम् ॥२-२९॥
“જેઓ સંવિગ્નોથી ભાવિત છે અને જેઓ પાર્થસ્થથી ભાવિત છે તેમને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની વિવફાર્યા વિના શુદ્ધ પિણ્ડ જ ગ્રહણ કરનારા પૂ. સાધુભગવન્તો હોય છે. આ પ્રમાણે જણાવવાનું શાસ્ત્રમાં જણાવ્યું છે.” - આ પ્રમાણે ઓગણત્રીશમી ગાથાનો સામાન્ય અર્થ છે.
કહેવાનો આશય એ છે કે આ પૂર્વેના શ્લોકમાં જણાવ્યું છે કે અપ્રાસને પ્રાપ્ત કરાવવા માટેનો કોઈ પણ મહાત્માઓનો કાર્યારંભ હોય છે. એ મુજબ ધર્મોપદેશકો શ્રોતાની રુચિ મુજબ શ્રી જિનવચનનું પુણ્યશ્રવણ કરાવીને તેની સ્વ-પરસન્નતાને અને બુદ્ધિની પરિકર્મિતાને
D]D]D]D]D]D]D'
GST DID]D]D]D]DDED
Page #57
--------------------------------------------------------------------------
________________
જાણીને નયાન્તરનું શ્રવણ કરાવે છે. આ વાતનું સમર્થન કરતાં આ શ્લોકમાં જણાવ્યું છે કે સંવિગ્ન અને પાર્શ્વસ્થથી ભાવિત એવા શ્રોતાને દ્રવ્ય, ક્ષેત્ર વગેરેના કારણે ગ્રહણ કરાતા અશુદ્ધ પિંડને છોડીને માત્ર શુદ્ધ પિંડ જ પૂ. સાધુભગવન્તોને ગ્રહણ કરવાનો છે – એ સમજાવવાનું શાસ્ત્રમાં જણાવ્યું છે.
મોક્ષની તીવ્ર અભિલાષાવાળા – સંવિગ્ન મહાત્માઓથી ભાવિત બાલજીવો અને પંડિતજીવો હોય છે. પાર્શ્વસ્થવાસિત બાલજીવો હોય છે અને તે અહીં અભિનિવેશવાળા સમજવા. સંવિગ્ન મહાત્માઓથી -ભાવિત પણ પરિણત(પરિપક્વ) થયેલા ન હોવાથી તેઓ એમ જ માને છે કે પૂ. સાધુભગવન્તોએ શુદ્ધ જ પિંડ ગ્રહણ કરવો જોઈએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને તેઓ સંયોગવિશેષમાં અશુદ્ધ પણ પિંડને લઈ શકે છે : એ વાતને તેઓ જાણતા નથી. દહીં વગેરે વિશિષ્ટ દ્રવ્ય; અટવી વગેરે ક્ષેત્ર; દુષ્કાળાદિ કાળ અને રોગાદિ ભાવવિશેષને લઈને પૂ. સાધુભગવન્તોને અશુદ્ધ પિંડ ગ્રહણ કરવાનો નિષેધ નથી - આ વાત સંવિગ્રભાવિત એવા અપરિણત શ્રોતાને ખ્યાલમાં ન હોવાથી તેની રુચિ અનુસાર તેને શુદ્ધ પિંડની ઉપાદેયતા સમજાવવી. કારણ કે તેઓ દ્રવ્યાદિની વિશેષતાને ધ્યાનમાં લીધા વિના એકાન્ત શુદ્ધ જ પિંડ પૂ. સાધુભગવન્ને ગ્રહણ કરવો જોઈએ – એવું માને છે. તેથી તેમને તેમની રુચિ અનુસાર તે સમજાવવું. આ રીતે ‘આવી યથારુત્તિ શ્રાવ્યમ્' આનું સમર્થન થયું. હવે તતો વાવં નવાન્તરમ્ આનું સમર્થન કરાય છે.
આશય એ છે કે શ્રોતાને જે વસ્તુની ખબર નથી તે વસ્તુ પણ અવસરે તેને જણાવવાની છે. પાર્થસ્થ(સાધુપણાના આચારમાં શિથિલ)થી ભાવિત એવા અભિનિવેશવાળા શ્રોતાને પાર્શ્વસ્થોએ એવું
EEEEEE
Udddddd/bDc/G ૫૪
Udddddddd06EOG
Page #58
--------------------------------------------------------------------------
________________
સમજાવ્યું હોય છે કે પૂ. સાધુભગવન્તોને વહોરાવવાથી બહુ લાભ મળે છે. શિકારી જેમ શિકાર(મૃગાદિ)ની પાછળ પડે છે તેમ ગૃહસ્થોએ પૂ. સાધુભગવન્તોને ગમે તે રીતે વહોરાવવું જોઈએ. પાર્થસ્થોના આવા પરિચયના કારણે અને પોતાના અભિનિવેશના કારણે એ શ્રોતાને બીજી વાતનું કોઈ જ જ્ઞાન હોતું નથી. તેથી આવા પાર્શ્વસ્થભાવિત શ્રોતાને; ‘પૂ. સાધુભગવન્તોએ શુદ્ધ પિંડ જ ગ્રહણ કરવો જોઈએ’ આ વાત જ સમજાવવી. પરન્તુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને એ વાત ન આશ્રયીને અશુદ્ધ પિડ પણ લઈ શકાય છે સમજાવવી: આ પ્રમાણે શ્રી બૃહત્કલ્પમાં જણાવ્યું છે. ત્યાં ફરમાવ્યું છે કે સંવિગ્નભાવિત અને શિકારીના દૃષ્ટાન્તથી ભાવિત(પાર્શ્વસ્થથી ભાવિત અભિનિવેશી) શ્રોતાને ક્ષેત્ર, કાળ અને ભાવ (તેમ જ દ્રવ્ય)ને છોડીને (અર્થાત્ તેને લઈને અશુદ્ધ પિંડ ગ્રહણ કરવાની વાતને છોડીને) શુદ્ધ જ પિંડ જણાવવો. અહીં સમજી લેવું જોઈએ કે સંવિગ્નભાવિત શ્રોતાઓને તેમની રુચિ મુજબ શુદ્ધ પિંડ જણાવ્યા પછી દ્રવ્યાદિ કારણે અશુદ્ધ પિંડ પણ પૂ. સાધુભગવન્તો લઈ શકે છે- એ જણાવવું. પાર્થસ્થભાવિત શ્રોતાઓને તો, શુદ્ધપિંડ જ ગ્રહણ કરવાનો છે– તે જણાવવું. આનાથી બીજું જણાવવાનું પિષ્ટપેષણ (પીસેલાને પીસવું) જેવું નિરર્થક છે કારણ કે સંવિગ્ન અને પાર્શ્વસ્થથી ભાવિત તે તે શ્રોતાને; અનુક્રમે શુદ્ધ અને અશુદ્ધ પિંડ પૂ. સાધુભગવન્તો ગ્રહણ કરી શકે છે એની જાણ છે જ. તેથી તે જણાવવાનું અર્થહીન છે. કારણ કે મોટાઓનો પ્રયાસ અપ્રામની પ્રાપ્તિ માટેનો હોય છે. II૨-૨૯૦
-
Gudud
-
...
ઉપર જણાવ્યા મુજબ સંવિગ્નભાવિતાદિ માટે જે રીતે દેશના આપવાની, તે જણાવ્યું. હવે જો શ્રોતા કુનયાદિની દેશનાથી ભાવિત
BO
૫૫
AEDDE pupp DJGUDUDI
ט
Page #59
--------------------------------------------------------------------------
________________
હોય અને અભિનિવેશવાળો હોય તો શું કરવું તે જણાવાય છે -
दुर्नयाभिनिवेशे तु तं दृढं दूषयेदपि । दुष्टांशच्छेदतो नाङ्ग्री दूषयेद् विषकण्टकः ॥२-३०॥
“એકાન્તગ્રહસ્વરૂપ દુર્નયનો અભિનિવેશ હોય તો તે દુર્ણયને દૃઢતાપૂર્વક દૂષિત કરવો જોઈએ. કારણ કે દુષ્ટાંશના છેદનથી વિષકંટક પગને પીડા પહોંચાડતો નથી.” - આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે - કુદેશના(પરસ્થાનદેશના ઉન્માગદશનાદિ) ના શ્રવણના કારણે શ્રોતાને દુર્નય(કુઝનય-નયાભાસ) માં અભિનિવેશ છે – એવું જણાય તો તે દુર્નયમાં દૃઢતાપૂર્વક દૂષણ બતાવવાં. કારણ કે દુષ્ટાંશના ઉચ્છેદથી જેમ ઝેરી કાંટો પગને વિષની બાધાથી દૂષિત કરતો નથી તેમ અહીં પણ તે દુર્નયના દુષ્ટ અંશનો છેદ કરવાથી બંન્ને નયો સુસ્થિત થાય છે. ધર્મોપદેશક જે વાત જણાવે છે તે એક નય અને શ્રોતા જે સમજે છે તેમાંના દુષ્ટ અંશથી રહિત જે વાત છે તે બીજો નય : આ બંન્ને નયો સુસ્થિત બને છે.
જોકે આ રીતે દુનયના દુષ્ટ અંશનો ઉચ્છેદ કરવાથી ઈતરાંશનો પ્રતિક્ષેપ કરવાના કારણે પોતાના નયમાં દુર્નયત્વનો પ્રસંગ આવશે. કારણ કે નય, બીજા નયનો પ્રતિક્ષેપ કરનારા નથી હોતા. બીજા નયનો પ્રતિક્ષેપ કરનાર નયને દુર્ભય કહેવાય છે. પરંતુ પ્રકૃતિસ્થળે દુર્ણયને દૂષિત કરવાનું તાત્પર્ય ન હોવાથી કોઈ દોષ નથી. આશય એ છે કે દુર્નયના દૂષણ બતાવતી વખતે એ નયમોના દુષ્ટ અંશનો જ ઉચ્છેદ કરવાનું તાત્પર્ય છે. એમ કરવાથી દુર્નયના દુષ્ટ અંશનો નાશ થવાથી તે સુનય બને છે અને નયાન્તરની વાતનું વ્યવસ્થાપન થાય છે. અન્યદર્શનકારોની એકાન્તવાદની કુદેશનાથી જેને એકાન્ત નિત્યત્વ કે એકાન્ત અનિત્યત્વનો અભિનિવેશ છે, એવા શ્રોતાને એકાન્તવાદની માન્યતામાં દૃઢતાપૂર્વક દૂષણ બતાવવાથી શ્રોતાને, અભિનિવેશનો
ADDDDDDDD
DEEDED]D]D]DD; G/G/G/ENGAGAZINGS
11
Page #60
--------------------------------------------------------------------------
________________
નાશ થવાથી અન્યદર્શનકારની વાત કેટલા અંશમાં સાચી છે - એનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. અને સાથે સાથે ધર્મોપદેશક-પૂ. ગુરુભગવન્ત જણાવેલી સ્વદર્શનની (જૈન દર્શનની) વાતની પારમાર્થિકતાનો પણ
ખ્યાલ આવી જાય છે. આ રીતે દુર્નયના દુષ્ટ અંશનો ઉચ્છેદ કરવાથી નયાન્તરનું પ્રાધાન્ય ગ્રહણ કરાવી શકાય છે, તેથી દુર્નયત્વનો પ્રસગ્ન આવતો નથી. ન્યાયદર્શનાદિમાં તર્ક અયથાર્થજ્ઞાનરૂપ હોવા છતાં અનુમાનમાં વ્યભિચારશંકાની નિવૃત્તિ કરાવવા દ્વારા અનુમાનપ્રામાણ્યનો અનુગ્રાહક હોવાથી તકની પ્રામાણ્યોપયોગિતાદિ જેમ મનાય છે તેમ અહીં પણ દુર્નયના દુષ્ટાંશનો પ્રતિક્ષેપ હોવા છતાં પ્રકૃતિનયમાં દુર્નયત્વનો પ્રસંગ આવતો નથી. એક નય બીજા નયનો પ્રતિક્ષેપ કરે ત્યારે નયાન્તરને દૂષિત બનાવવાનું તાત્પર્ય હોય અને નયાન્તરના પ્રાધાન્યનું ગ્રાહત્વ ન હોય તો પ્રતિક્ષેપ કરનાર નયમાં દુર્નયત્વનો પ્રસંગ આવે છે. તર્કની અનુગ્રાહક્તાદિનું સ્વરૂપ ન્યાયની પરિભાષાને સમજનારા સારી રીતે સમજી શકે છે. ન્યાયની પરિભાષાના જેઓ સાવ જ અજાણ છે; તેમને ઉપર જણાવેલી વિગત સમજવાનું અઘરું છે. સ્થલ દ્રષ્ટિએ ઉપર જણાવેલી વિગત સમજવી હોય તો એ રીતે સમજવી જોઈએ કે બહારથી જોતાં એમ લાગે કે પ્રવૃત્તિ દુષ્ટ છે. પરન્તુ તેની પાછળનો ઉદ્દેશ ઉપર જણાવ્યા મુજબ નયાારના પ્રાધાન્યના વ્યવસ્થાપનનો હોય. આવા સ્થળે કોઈ જ દોષ નથી. ઉદ્દેશ નિર્દોષ હોય તો પ્રવૃત્તિની દુષ્ટતાનો વિચાર કરવાની આવશ્યક્તા નથી. સત્યનો અસ્વીકાર : એ નયાન્તરની દુર્નયતાનું બીજ છે. અસત્યાંશને દૂર કરવાથી દુર્નયતાનો પ્રસંગ આવતો નથી. ‘નયરહસ્ય'માં ગ્રન્થકારશ્રીએ આ વિષયનો નિર્ણય કર્યો છે. વિશેષ જિજ્ઞાસુઓએ તે ગ્રન્થનું અધ્યયન કરવું જોઈએ. ર-૩ળા
@DD]D]D]D]D]D]B
ELED ELETEDDED
Page #61
--------------------------------------------------------------------------
________________
પ્રકરણાર્થનો ઉપસંહાર કરતાં વાસ્તવિક-ધર્મદેશના-પ્રદાતા પૂ. ગીતાર્થભગવન્તોની સ્તવના કરાય છે –
जानाति दातुं गीतार्थो य एवं धर्मदेशनाम् । कलिकालेऽपि तस्यैव प्रभावाद् धर्म एधते ॥२-३१॥
“આ પ્રમાણે બાલાદિ જીવોને તેમની તેમની યોગ્યતા મુજબ ધર્મદેશના આપવાનું જે પૂ.ગીતાર્થ ગુરુભગવન્ત જાણે છે, તેમના જ પ્રભાવથી કલિકાલમાં પણ ધર્મ શોભે છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટ છે.
શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલા પરમતારક ધર્મનો પ્રસાર દરેક ભવ્યાત્માઓના હૃદય સુધી કરવા માટે ધર્મદેશના વિના બીજો કોઈ ઉપાય નથી. એ પરમતારક ધર્મદેશના આપવાનો અધિકાર માત્ર પૂ. ગીતાર્થ ગુરુભગવન્તને છે. પૂ. ગીતાર્થ ગુરુભગવન્ત દેશના આપવાના વિધિના જાણકાર હોવા જોઈએ. તેઓશ્રીના અચિન્ય સામર્થ્યથી કલિકાલમાં પણ ધર્મ દીપે છે. શ્લોકમાં જણાવેલી આ વાત નિરન્તર વિચારવી જોઈએ. શ્રી વીતરાગસ્તવમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે શ્રદ્ધાસંપન્ન શ્રોતા હોય અને સુંદર બુદ્ધિમાન વક્તા હોય તો એ બંન્નેના યોગે કલિકાલમાં પણ ભગવાનના શાસનનું સામ્રાજ્ય એકછત્રી બની જાય.
વર્તમાનની છિન્ન-ભિન્ન પરિસ્થિતિનું મુખ્ય કારણ આજની દેશના-પદ્ધતિ છે. ઉપર જણાવ્યા મુજબની શાસ્ત્રીય રીતે દેશના આપવાનું જ્યારથી બંધ થયું ત્યારથી આજની વેર-વિખેર સ્થિતિની શરૂઆત તો થઈ જ ગયેલી. મન બદલાય એટલે પ્રવૃત્તિ બદલાવવાની જ. મોક્ષનું અથાણું નાશ પામે એટલે બધું જ નષ્ટ છે. મોક્ષની
DિDDDDDDED GUJuggggggS
Page #62
--------------------------------------------------------------------------
________________
સાધનાનો એ (મોક્ષનું અર્થીપણું) તો પ્રાણ હતો. એના નાશ પછી શું બચવાનું હતું ?
જે ગીતાર્થ પૂ. ગુરુભગવન્તો, કલિકાલજેવા ખરાબ કાળમાં પણ ધર્મને દીપ્તિમાન રાખી શકે છે, એમાં એકમાત્ર આ ધર્મદેશનાનો જ પ્રભાવ છે. શાસ્ત્રીય રીતે દેશના આપવાનું કાર્ય બધા જ ધર્મદેશકો કરે તો ચોક્કસ જ ધર્મનો વાસ્તવિક પ્રભાવ વધ્યા વિના નહિ રહે. શ્લોકમાં જણાવ્યા મુજબ ધર્મદેશના, શાસ્ત્રીય રીતે જ પૂ. ગીતાર્થ ગુરુભગવન્તોએ જ આપવી જોઈએ. અન્યથા ધર્મદેશનાથી ધર્મની વૃદ્ધિ નહીં થાય - એ ભૂલવું ના જોઈએ. I૨-૩૧॥
શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના એકમાત્ર પ્રભાવક એવા પૂ. ગીતાર્થ ગુરુભગવન્તને નમસ્કાર કરી આ પ્રકરણનું સમાપન કરાય છે –
गीतार्थाय जगज्जन्तुपरमानन्ददायिने ।
मुनये भगवद्धर्मदेशकाय नमो नमः ॥२- ३२॥
જગતના જીવોને પરમાનન્દ આપનારા અને ભગવાન શ્રી જિનેશ્વર દેવોએ પ્રરૂપેલા ધર્મની દેશનાને આપનારા ગીતાર્થ મુનિભગવન્તને નમસ્કાર હો... ! નમસ્કાર હો.... ! - આ પ્રમાણે બત્રીશમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પૂ. ગીતાર્થ મુનિભગવન્તો શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા જ પરમતારક ધર્મની દેશના આપે છે. એ પરમતારક દેશના દ્વારા તેઓશ્રી જગતના જીવોને પરમાનંદનું પ્રદાન કરે છે.
શ્રી તીર્થંકરપરમાત્માએ પ્રરૂપેલા પરમતારક ધર્મની દેશનાને છોડીને બીજું કોઈ એવું સાધન નથી કે જેથી વાસ્તવિક પરમાનંદ પ્રાપ્ત કરી શકાય. અનન્તદુ:ખમય આ સંસારમાં સુખનો લેશ પણ નથી.
૫૯ Bend) pape
000 0797
po
Page #63
--------------------------------------------------------------------------
________________
પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારાં પૌદ્ગલિક સુખો પણ પરિણામે દુઃખરૂપ હોવાથી વસ્તુતઃ એ દુ:ખસ્વરૂપ છે. આધિ, વ્યાધિ અને ઉપાધિથી સન્તમ સમસ્ત જગતના વિવિધ તાપને દૂર કરી પરમાનંદનો અનુભવ કરાવનારી પરમતારક ધર્મદેશના છે. દુઃખમાં દુઃખ ભુલાવી દે અને સુખ યાદ આવે નહિ : એ રીતે પરમાનંદનો અનુભવ ધર્મદેશનાના પુણ્યશ્રવણથી થાય છે. આ પ્રમાણે પૂ. ગીતાર્થ મુનિભગવન્તો ભગવાને પ્રરૂપેલા ધર્મની દેશનાને આપવા દ્વારા જગતના જીવોને પરમાનંદનું પ્રદાન કરે છે. આવા પરમતારક પૂ. ગીતાર્થ ગુરુભગવન્તની ધર્મદેશનાના શ્રવણથી આપણે પણ પરમઆનદનો અનુભવ કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા..... ર-૩રા
તિ દેશના-વંશિકા !
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
CCCCCCC000
genanananananana
Page #64
--------------------------------------------------------------------------
_