Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
ભાગ-૩ (ચોથું ષડૂજીવનિકાય અધ્યયન)
:: વાચનાપ્રદાતા :: પ.પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ.ના પટ્ટાલંકાર પ.પૂ. સ્વ.આ.ભ.શ્રી.વિ. મુક્તિચન્દ્રસૂ.મ.ના શિષ્યરત્ન પ.પૂ. સ્વ.આ.ભ.શ્રી.વિ. અમરગુમસૂ. મ.ના શિષ્યરત્ન
પ.પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુમસૂ.મ.
:: પ્રકાશન :: શ્રી અનેકાંત પ્રકાશન જૈન રિલીજીયસ ટ્રસ્ટ
:: આર્થિક સહકાર :: પૂજ્ય માતુશ્રી શારદાબેન તથા પૂજ્ય પિતાશ્રી અમૃતલાલ શાહના
આત્મશ્રેયાર્થે હ વિદ્યાબેન બંસીભાઇ શાહ (U.S.A.) તરફથી
Page #2
--------------------------------------------------------------------------
________________
a પુસ્તક : શ્રી દશવૈકાલિક સૂત્ર ભાગ-૩
(અધ્યયન-૪)
IT આવૃત્તિ : પ્રથમ, વિ.સં. ૨૦૬૭
0 નકલ : ૧૦૦૦
Id પ્રકાશન : શ્રી અનેકાંત પ્રકાશન જૈન રિલીજીયસ ટ્રસ્ટ
શ્રી દશવૈકાલિક સૂત્ર
(ચોથું ષડૂજીવનિકાય અધ્યયન) છાપરીયા શેરી,
વિ. સં. ૨૦૧૮ સુરત
ભા.વ. ૬ થી અનંતોપકારી શ્રી અરિહંતપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા મહાપુરુષો જ્યારે જ્યારે આપણા હિતની ચિંતા કરે ત્યારે એ હિતના કારણભૂત ધર્મને જણાવવાનું કામ કરતા હોય છે. જે મહાત્માઓએ આપણા હિત માટે પ્રયત્ન કર્યો તેઓ તો પરમપદે પહોંચી ગયા અને તેઓએ જણાવ્યા મુજબ યોગ્ય દિશામાં પ્રયત્ન કરનારા આત્માઓ પણ મોક્ષે પહોંચી ગયા. જેઓ ચૂક્યા તેઓ માર્ગની ખામીના કારણે નહિ, પોતાની આરાધનાની ખામીના કારણે ચૂક્યા. આથી જ આવી ખામીને દૂર કરવા માટે શાસ્ત્રકારોએ શાસ્ત્રની રચના કરી છે. આપણો ધર્મ - આપણી આરાધના - મલિન ન બને તેની ચેતવણી આપવાનું કામ શાસ્ત્રકારોએ કર્યું છે. પરંતુ આપણે તેમની વાત કાને ધરી નહિ અને ‘આપણે જે કરીએ છીએ તે જ બરાબર છે' આવી માન્યતાને મૂકી નહિ - માટે આપણામાં ઉમાર્ગગામિતા આવી. મહાપુરુષોએ માર્ગ બતાવવામાં કોઈ જ કચાશ રાખી નથી. ધર્મની પ્રાપ્તિ, ધર્મની રક્ષા અને ધર્મની પરાકાષ્ઠા કઈ રીતે થાય એ જણાવવા માટેનો પ્રયત્ન દરેક શાસ્ત્રમાં કરાયો છે. આપણે વરસોથી ધર્મ કરવા છતાં ધર્મનું ફળ પામ્યા નથી અને આવું કેમ બને છે – એ જાણવા માટે પ્રયત્ન પણ કર્યો નથી ને ? શાસ્ત્રોની રચનાનું જે પ્રયોજન છે એ જ પ્રયોજન આ વાચનાશ્રેણીના આયોજનનું છે. આપણે આપણા સ્વભાવની, આપણા ધર્મની, આપણી આરાધનાની ખામીઓને શાસ્ત્રના આધારે સમજી શકીએ અને સમજીને એ ખામીને સુધારી આપણા સ્વભાવને તથા ધર્મારાધનાને માર્થાનુસારી બનાવી શકીએ - એ માટેનો જ આ પ્રયાસ છે. અત્યાર સુધીમાં આપણે ત્રણ અધ્યયનના અર્થનું શ્રવણ કરી તેનું જ્ઞાન મેળવ્યું. હવે ચોથા અધ્યયનની શરૂઆત કરવી છે. આ શ્રી દશવૈકાલિકનાં પહેલાં ચાર અધ્યયનનું જ્ઞાન ગૃહસ્થોને સૂત્રથી પણ આપી શકાય છે અને અર્થથી પણ આપી શકાય છે - માટે આપણે આ સૂત્રનો વિષય પસંદ કર્યો હતો. તેમ જ શ્રાવકની ઇચ્છા સાધુ થવાની હોય અને આ સૂત્રમાં
0 પ્રાપ્તિસ્થાન : (૧) શા. મુકુંદભાઇ રમણલાલ
૫, નવરત્ન ફ્લેટ્સ, નવા વિકાસગૃહ માર્ગ, પાલડી,
અમદાવાદ-૩૮૦ ૦૦૭. (૨) પ્રમોદભાઈ છોટાલાલ શાહ
૧૦૨, વોરા આશિષ, ૫. સોલીસીટર રોડ, મલાડ (ઇસ્ટ),
મુંબઇ-૪જી ૦૯૭. (૩) જતીનભાઇ હેમચંદ શાહ
‘કોમલ' છાપરીયા શેરી, મહીધરપુરા, સુરત-૩,
Tejas Printers F/5, Parijat Complex, Swaminarayan Mandir Road, Kalupur, Abad-1. (M) 98253 47620 Ph. (O) 22172271
Page #3
--------------------------------------------------------------------------
________________
સાધુપણાનું સવિસ્તર વર્ણન છે માટે પણ આ સૂત્ર ઉપયોગી છે. સાધુપણા સિવાય બીજો કોઈ ધર્મ નથી : આ વાત દશવૈકાલિક સૂત્ર સાંભળનારને હવે સમજાવવી નહિ પડે ને ? શ્રાવકપણામાં તો ધર્મધર્મ હોય છે, એકલો ધર્મ નથી. એમાં ય પાછો અધર્મનો અંશ વધારે છે. આવા ધર્મથી શું વળે ? તેથી શ્રાવકની નજર સાધુપણા ઉપર જ હોય. જેને નિયમા સાધુ થવું નથી તેના માટે આ પ્રયત્ન નથી. જેને સાધુપણાની રુચિ છે, સાધુપણું લેવાના સંયોગો પેદા કરવા છે તેના માટે આ વાત છે. આજે નહિ તો કાલે સાધુ થવું છે ને ? જે મળ્યું છે તે
છોડવાનો અધ્યવસાય છે કે ભોગવવાનો ? ભોગથી વિરામ પામવા માટે ધર્મ કરો છો કે જે છે તેનાથી અધિક ભોગો મળે તે માટે ? આજે લગભગ અવળો પુરુષાર્થ જ ચાલુ છે ને ? ભોગ માટેનો પુરુષાર્થ સફળ થવાનો નથી. ત્યાગ માટેનો પુરુષાર્થ સફળ થયા વિના નહિ રહે.
આ ચોથું અધ્યયન સાધુસાધ્વીજીને ફરજિયાત ભણાવવામાં આવે છે. ઘણાને તો મુમુક્ષુપણામાંથી જ શીખવ્યું છે. આ ચોથા અધ્યયનના જોગની ક્રિયા વિના વડીદીક્ષા અપાતી નથી તેથી તેનું મહત્ત્વ ઘણું છે. પરંતુ વડીદીક્ષા થઈ એટલે ગંગા નાહ્યા એમ સમજીને આ ચોથા અધ્યયનની ઉપેક્ષા કરે તે સાધુપણું પાળી નિહ શકે. સાધુપણામાં ગોઠવાઇ ગયા એટલે કામ પૂરું નથી થતું, શરૂ થાય છે, જવાબદારી વધે છે. બાહ્યવિષયોની, વ્યાપારની કે આરંભસમારંભની કોઈ પ્રવૃત્તિ સાધુપણામાં કરવાની નથી. સાધુપણાનું જીવન નિવૃત્તિપ્રધાન છે, પ્રવૃત્તિપ્રધાન નહિ. રત્નત્રયીની આરાધના શરીર પ્રવર્તાવ્યા વગર જ્યાં સુધી થાય એવી હોય ત્યાં સુધી શરીરને હલાવવું નહિ – એનું નામ ગુપ્તિ. જ્યારે રત્નત્રયીની આરાધના માટે મનવચનકાયાને પ્રવર્તાવવાં પડે ત્યારે સમિતિની જરૂર પડે. અમસ્તા પગ અકડાઈ ગયા માટે ઊઠ્યા - એવું સાધુ ન કરે. આટલી જયણાપૂર્વકનું જીવન જીવવા આવ્યા હોય અને બેજવાબદારીપૂર્વક વર્તે તો ચાલે ? ચોથું અધ્યયન સાંભળવા કે સમજવા માટે નથી, આચરવા માટે છે. ‘આ બધું સાધુસાધ્વીના કામનું છે, આપણા કામનું નથી.' - એવી ઉપેક્ષાવૃત્તિ તમારા માટે સારી નથી. ધર્મ વગર મોક્ષ નથી મળવાનો એ ખબર છે, પરંતુ એ ધર્મ કયો ? ચારિત્ર વગર મુક્તિ નહિ : આ વાત દેશિવરતિની નહિ, સર્વવિરતિ માટેની છે. દેશવિરતિ હોવા છતાં સર્વવિરતિ વિના મુક્તિ નહિ જ મળે. તમે જે ધર્મ કરો છો તે પરમપદે (૨)
પહોંચાડે એવો નથી - એવું માનો છો ? કે જે છે એ બરાબર છે ? છેલ્લે સુધી સામાયિકપ્રતિક્રમણ ટકી રહે – એવો પુરુષાર્થ કરવો છે કે ચોવીસ કલાક સામાયિકમાં રહેવા મળે એવો ?
સ૦ સામાયિક પારતાં આંસુ સારીએ !
એવી બનાવટ કરવાની જરૂર નથી. સાધુપણું ન લઈ શક્યાનું દુઃખ હોય તો રોવા ન બેસે, કામે લાગે, અમારે ત્યાં પણ આમ ગુરુ હાજર હોય ત્યારે તેમનું કહ્યું ન માને ને ગયા પછી આંસુ સારવા બેસે. આવી બનાવટ કરવાનો કોઈ અર્થ નથી. શ્રી મહાવીરપરમાત્મા નિર્વાણ પામ્યા ત્યારે સાધુસાધ્વી રડ્યાં – એવું કોઈ ઠેકાણે લખ્યું નથી. શોકનું વાતાવરણ ખડું થયું હતું – એમ જણાવ્યું હતું. પણ એ શોક આર્દ્રધ્યાનના ઘરનો ન હતો. રુદન એ તો આર્ત્તધ્યાનનું સૂચક છે. ભગવાન ગયા પછી સંયમ દુરારાધ્ય બનશે – એમ જાણીને ઘણાં સાધુસાધ્વીઓએ અનશન સ્વીકાર્યાની વાત આવે છે, પણ આંસુ સારવાની વાત નથી આવતી. તત્ત્વના જાણકાર ગમે તેવા વિકટ સંયોગોમાં પણ મનની સમતુલાને ગુમાવે નહિ.
ત્રીજા ક્ષુલ્લિકાચારકથા નામના અધ્યયનના નિરૂપણ બાદ ચોથા આ પડ્જવનિકાય નામના અધ્યયનની શરૂઆત કરવા પૂર્વે ત્રીજા અધ્યયનની સાથે એનો સંબંધ શું છે તે જણાવતાં ફરમાવ્યું છે કે ઃ ત્રીજા અઘ્યયનમાં જણાવ્યું કે સાધુભગવંતોએ બીજા અધ્યયનમાં જણાવેલી ધૃતિ આચારમાં જ કરવી જોઈએ, અનાચારમાં નિહ. કારણ કે આચારમાં રાખેલી ધીરતા એ જ આત્માના સંયમનો
ઉપાય છે. હવે આ કૃતિ જે આચારમાં કરવાની છે તે આચારનો વિષય પ્રાયઃ છજીવનિકાય છે. આથી ચોથા અધ્યયનમાં છજીવનિકાયનું સ્વરૂપ વર્ણવ્યું છે.
અનાદિકાળથી અનાચારના સંસ્કારો ગાઢ પડ્યા છે. એ અનાચારનો ત્યાગ કર્યા વિના આચારનું પાલન શક્ય બનતું નથી. તેથી અનાદિના એ ગાઢ સંસ્કારો પર કાબૂ મેળવવા માટે ત્રીજું અધ્યયન પહેલાં જણાવ્યું. હવે છજીવનિકાયના વિષયમાં આચાર જણાવે છે. અનાચારના કારણે જેમ પાપ થાય છે તેમ આચારમાં સ્થિર ન રહેવાથી પણ પાપ લાગે છે. તેથી પાપનું વર્જન કઈ રીતે કરવું એ જણાવવા દ્વારા આચારમાં સ્થિર રહેવાનો ઉપાય બતાવે છે. ભગવાને બતાવેલા આચાર પાળવા માટે કેટલું સત્ત્વ જોઈએ, કેટલું ઉપયોગપૂર્વકનું જીવન જોઈએ અને શાસ્ત્રોનું કેટલું
(૩)
Page #4
--------------------------------------------------------------------------
________________
ઊંડું જ્ઞાન જોઈએ - એ વાત આ ચોથો અધ્યયનમાં કરી છે. ચોથા અધ્યયનની વાત સાધુસાધ્વી માટે જ છે - એ વસ્તુ મગજમાંથી કાઢી નાંખો. તમારે સાધુ થવું છે ને ? અત્યાર સુધી ‘સત્ત્વ નથી, સંયોગો નથી, શક્તિ નથી' - એવું બોલવાનું કામ ઘણી વાર કર્યું. પણ સત્ત્વ, સંયોગ કે શક્તિ મેળવવા પ્રયત્ન ક્યારે કર્યો ?
સ૦ રોગ હોય તો દીક્ષા ન આપો ને ?
રોગીને દીક્ષા ન અપાય એવું નથી. રોગીને પણ આપીએ, મહારોગીને પણ આપીએ, પરંતુ જે રોગની ફરિયાદ ન કરે અને રોગ સહન કરવાની વૃત્તિવાળા હોય તેને આપીએ. ફરિયાદ કરવી હોય તો પાપની કરવાની, રોગની નહિ. જે ફરિયાદનો નિકાલ થઈ શકે એવો હોય એવી ફરિયાદ કરવાની. પ્રયત્ન કરવાથી પાપ જાય કે રોગ જાય ? રોગને દૂર કરવાનો ઉપાય સેવ્યા પછી રોગ ન જાય એવું બને, પણ પાપ દૂર કરવાનો ઉપાય સેવે એનાં પાપ જાય જ : તો શું કરવું છે ? નીરોગીએ દીક્ષા લીધી હોય અને દીક્ષા લીધા પછી રોગ આવે - એવું ય બને ને ? ત્યારે પણ રોગની ફરિયાદ નથી કરવી. રોગ કદાચ સહન ન થાય તો દવા લે એ બને, પણ દીનતા ધારણ ન કરે, તેમ જ દવા લીધા પછી પણ લાગુ ન પડે તો પછી સમભાવે સહન કરવા તૈયાર થાય એવાનું અહીં કામ છે. સહન કરવાની શક્તિવાળાનું નહિ, સહન કરવાની ભાવનાવાળાનું કામ છે. સહનશક્તિ તો આત્મામાં પડેલી જ છે. તેને ખીલવવા માટે ભાવના કેળવવાની જરૂર છે. જનમતાંની સાથે જીવલેણ રોગો સહન કરવા પડે છે ને ? ત્યારે શક્તિ ક્યાંથી આવે છે ? તમે ભાવના કેળવો કે ન કેળવો, શક્તિ મેળવો કે ન મેળવો, પાપનો ઉદય થશે એટલે દુઃખ આવવાનું છે. એક વાર સહન કરી લેવું છે - એટલી ભાવના કેળવી લો તો શક્તિ તો પહેલી જ છે. રોજ સવારે ઊઠીને આત્માને પૂછો કે ગૃહસ્થપણા કરતાં સાધુપણામાં એવું કયું દુ:ખ વધારે છે કે જેથી હું સાધુ થતો નથી ? આટલું જ પ્રામાણિકપણે વિચારો તો બીજા દિવસે દીક્ષા મળી જશે. ગૃહસ્થપણામાં પણ દુ:ખ કયાં નથી, છતાં તે વેઠાય છે ને ? તો સાધુપણામાં કયું દુ:ખ વધારે આવવાનું હતું ? ભૂમિકા મજબૂત હોય અને પાયો ઊંડો હોય તો તેના ઉપર મંડાણ સારું થાય. અનાદિથી મિથ્યાત્વ, અવિરતિ અને કષાયના અનાચારમાં જીવ્યા છીએ હવે એમાંથી બહાર આવવું છે. મરતાં મરતાં સાધુ થવું
છે કે સાધુ થઈને મરવું છે ? મરતાં કોઈ પૂછે કે “કંઈ કહેવું છે ?' તો કહી દેવાનું કે ‘ખાલી હાથે જઉં છું, હાથ ઘસતો જઉં છું. તું આવી ભૂલ ન કરતો.'
સ0 મોટી ઉંમરે કોઇ જવાબદારી લેનાર મળવા જોઈએ ને ?
ડોકટરો જવાબદારી ન લે તોપણ ચિકિત્સા કરાવવા તૈયાર થાઓ ને ? અને અહીં ગુર જવાબદારી લે તો જ આવવું છે - આ સાધુપણાનો પ્રેમ નથી. થોડું સત્ત્વ કેળવી લો, ક્યારે શું થવાનું છે, કાંઈ ખબર નથી. કૃષ્ણવાસુદેવ ત્રણ ખંડના અધિપતિ, છપ્પન ક્રોડ યાદવોના સ્વામી, સોળ હજાર સ્ત્રીઓના ભક્ત હોવા છતાં અંત સમયે પાસે કોઈ ન હતું. પાણીની તરસ ઘણી લાગી હોવા છતાં છેલ્લી ઘડીએ પાણીનો પાનાર ન મળ્યો. કોણ કોનું ધ્યાન રાખી શકે ? ઉપરથી ગુર ચિંતા કરે તો તેમને ચિંતાથી મુક્ત કરવા કે “શાંતિથી સહન કરી લઈશ. આપ મારું ધ્યાન નહિ રાખો તો ચાલશે.” આપણે યોગ્ય બની રહીએ તો માર્ગની પ્રાપ્તિ આપણા માટે સુલભ છે. એકાદ આત્મા માર્ગસ્થ બને તો અનેકને માર્ગસ્થ બનાવે. કાળ ખરાબ છે એની ના નહિ, પણ આપણે આપણો આત્મા ખરાબ રાખીને નથી જીવવું. આ ચોથું અધ્યયન આપણા આત્માને શુદ્ધ બનાવી આપે એવું છે. અનંતા શ્રી તીર્થંકર પરમાત્માઓએ જાતે પાળીને પછી ઉપદેશેલા આ આચારો છે. આ બધું સાધુભગવંતો માટે છે ને આપણા માટે નથી - એવું ન વિચારશો. જો સાધુભગવંતોને પણ આચાર ન પાળવાના કારણે આટલું પાપ લાગતું હોય તો અનાચારમાં બેઠેલા મારું શું થશે – એવો વિચાર કરવો. આ તો સાધુના આચાર સાંભળીને એમને હિતશિક્ષા આપવા બેસી જાય. એક સાધુને હાથ ધોતા જોયા ત્યારે અતિપરિણત એવા એક શ્રાવકે સાધુના અતિચાર સાંભળીને સાધુને પૂછ્યું કે ‘મુખે ભીનો હાથ લગાડ્યો’નો અતિચાર આમાં લાગે ને ? એ શ્રાવકને એમ વિચાર નથી આવતો કે - અચિત્ત પાણીને આ રીતે વાપરવામાં સાધુને અતિચાર લાગતો હોય તો ડોલ ભરીને સચિત્ત પાણી વાપરનાર મારું શું થશે ? સાધુના આચાર કે અનાચાર તમને સમજાવીએ છીએ તે તમારા આચાર-અનાચારનું ભાન કરાવવા માટે સમજાવીએ છીએ. સંસાર કેમ છૂટતો નથી - એનું કારણ સમજાયું ને ? ગૃહસ્થપણામાં પાપ કરવાની છૂટ માની છે માટે સંસાર છૂટતો નથી. જે સાધુ નિરવદ્યકોટિનું જીવન જીવે તેમના અનુપયોગપૂર્વક સેવાઈ ગયેલા પાપનું
(૫)
Page #5
--------------------------------------------------------------------------
________________
ભયંકર પરિણામ આવતું હોય તો આપણા પાપથી આપણું શું થશે – એવો વિચાર ન આવે ? આપણા પાપનો વિચાર કરીએ તો આપણો સંસાર છૂટી જાય, બીજાના પાપનો વિચાર કરીએ તો આપણો સંસાર વધ્યા વગર ન રહે. સાધુસાધ્વીના પાપની ચિંતા માટે આ વર્ણન નથી, આપણા પોતાના પાપની ચિંતા માટે આ વર્ણન છે. આ બધું સાંભળીને પરિણામ કાંઈક હળવા-મંદ બને ને સાધુપણા માટે પુરુષાર્થ કરવા આપણે તત્પર બનીએ - એ માટેનો આ પ્રયાસ છે.
આપણે જોઈ ગયા કે સાધુભગવંતોએ જે આચારમાં ધૃતિ કેળવવાની છે તે આચાર છજીવનિકાયના વિષયવાળો છે. આ અનુસંધાનમાં ટીકાકારશ્રી અન્યત્ર જણાવેલ આ જ વાતનો હવાલો આપે છે કે - છનું નવનિઝામું, ને ગુ સંબઇ સયા | જૈ જૈવ તો વિણ, પરમથT સંગg // છ પ્રકારના જીવનિકાયને વિષે જે બુધ સદા માટે સંયમી હોય છે તે પરમાર્થથી સંયત તરીકે જાણવો. અહીં પહેલાં યુધ જણાવ્યું છે પછી સંગા કહ્યું. કારણ કે જે જાણકાર હોય તે જ સંયમી બની શકે. જે; જીવ અને અજીવના ભેદને સમજે, જીવને દુ:ખ આપવાના સાધનને તથા પ્રકારને વિચારે તે જ સંયમી બને. ગમે તેટલું દુઃખ ભોગવવું પડે તો ભોગવી લેવું પણ કોઈને દુ:ખ ન જ આપવું એનું નામ ધર્મ. છ વનિકાયનો જ્ઞાતા હોય અને તેની યતના માટે સંયમિત હોય તે જ પરમાર્થથી સાધુ છે. પોતાનું શરીર, ઇન્દ્રિય, વચન, મન પોતાના કાબૂમાં હોય તેવા સાધુ હોય. ઊંચા સાદે બોલાઈ ગયું - એવું સાધુ માટે ન બને. ઝડપથી ઉઠે, ફટાફટ ચાલે - એવા સાધુ ન હોય. ‘મારા બોલવાના કારણે, મારા વર્તનના કારણે સામા માણસને શું અસર થશે.' - એ વિચારીને પછી મોટું ખોલવાવાળા અને પગ ઉપાડવાવાળા સાધુભગવંત હોય. અશુભ વિચાર આવવા ન દે, આવતાંની સાથે રોકી દે, કાર્યરત ન બનવા દે એવા સાધુ હોય. જ્યારે પણ પાપનો પ્રસંગ આવે ત્યારે સંયમી થઈને જીવે - એવા સંત હોય. અનંતાનંત જીવોથી વ્યાસ એવા આ લોકમાં એક પણ જીવને દુઃખ નથી આપવું માટે પોતાના મનવચનકાયાને સંયમિત રાખે, કાબૂમાં રાખે એવા સાધુ હોય. આ દુનિયાના કોઈ પણ જીવને દુઃખ ન આપવું અને ગમે તે જીવ દુ:ખ આપે તો તે ભોગવી લેવું. આપણે બીજાને પીડા પહોંચાડવાનું ત્યારે જ બને છે કે જ્યારે આપણા સુખની ચિંતા કરવા બેઠા હોઈએ ને આપણું દુ:ખ ટાળવા તત્પર હોઈએ. વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ
સાધુપણું પાળવું હોય તો આજ્ઞાનું જ્ઞાન મેળવવા અને એને આચરણમાં મૂકવા પ્રયત્ન કર્યા વિના નહિ ચાલે. જ્ઞાનયોગ અને ક્રિયાયોગ છૂટા ન પડવા જોઈએ. આજે આ બે યોગની ઉપેક્ષા થતી હોય તો લોકસંપર્કના કારણે. લોકનો સંપર્ક જ એવો છે કે આજ્ઞાનો સંપર્ક છોડાવે. લોકસંપર્ક છોડે તો આજ્ઞાસંપર્ક કેળવાય. લોકના સંપર્ક પ્રવૃત્તિ વધે, પ્રવૃત્તિ જેટલી વધે એટલી જયણા ન સચવાય અને સાધુપણું પાળવાનું કપરું બની જાય. ઇન્દ્રિયો છૂટી મૂકે તે આચારને નેવે મૂક્યા વિના ન રહે. આચાર એ જીવનો આધાર છે. આચાર વિનાનો અર્થા અનાચારવાળો જીવ અજીવ જેવો છે. આજે વિચારને પ્રધાન બનાવીને આચારને ગૌણ બનાવનારાઓએ આ વસ્તુ પર ધ્યાન આપવાની જરૂર છે. ‘પ્રવૃત્તિ કરીએ છીએ પણ ઉપાદેય નથી માનતા’ - આવો બચાવ છદ્દે ગુણઠાણે ન નભાવાય. ચારિત્ર લઈને બેઠેલા આચારની ઉપેક્ષા કરે તો સમ્યગ્દર્શન કઈ રીતે જળવાય ? સમ્યમ્ આચારની રક્ષાનો પરિણામ હશે તો સમ્યકત્વ જળવાઈ જ જવાનું છે. આચારના કારણે જીવનું જીવત્વ છે માટે આચારમાં સ્થિર થવું છે.
સાધુભગવંતે જે સંયમ પાળવાનું છે તે સંયમ જીવનિકાયના આધારે પાળવાનું છે. આ જીવનિકાયના વિષયવાળા સંયમને જણાવવા પાંચ અધિકાર જણાવ્યા છે. કોઈ પણ વિષયનું વ્યાખ્યાન કરવું તેને અનુયોગ કહેવાય છે. આ અનુયોગના ચાર દ્વાર છે : (૧) ઉપક્રમ, (૨) નિક્ષેપ, (૩) અગમ અને (૪) નય. તેમાં ઉપક્રમના દ્વારમાં આ ચોથા છજીવનિકાય અધ્યયનનો અર્થાધિકાર જણાવવાનો છે. આ અર્વાધિકાર છ પ્રકારનો છે. આ અધ્યયનમાં જે જે અર્થો વર્ણવવાના છે તે અર્થોને છ વિભાગમાં વહેંચીને ભાષ્યકારશ્રીએ જણાવ્યા છે : (૧) જીવ અને અજીવના સ્વરૂપનું જ્ઞાન, (૨) છyવનિકાયની હિંસાથી વિરામ, (૩) ચારિત્રધર્મ, (૪) યતના, (૫) ઉપદેશ તથા (૬) ધર્મનું ફળ. જીવના અસ્તિત્વનું જ્ઞાન કરાવવું. પૃથ્વીકાયાદિની હિંસાથી વિરામ પામવો, તે માટે પ્રાણાતિપાતાદિ પાપની નિવૃત્તિ સ્વરૂપ ચારિત્રધર્મનું પાલન કરવું, પૃથ્વીકાયાદિ જીવોના આરંભસમારંભના પરિહારમાં પ્રયત્ન કરવો, આત્માને કર્મબંધ ન થાય ઈત્યાદિ વિષયનો ઉપદેશ તથા અનુત્તર અર્થાત્ સર્વોત્તમ જ્ઞાનાદિની પ્રાપ્તિ સ્વરૂપ ધર્મનું ફળ જણાવવું : આટલા અધિકાર આપણે આ અધ્યયનમાં જોવાના છે. જીવના અસ્તિત્વને આપણે માનીએ છીએ કે એનું જ્ઞાન કરાવવું પડે ? રોજ ‘સાત લાખ
Page #6
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીકાય' બોલનારને જીવનું અસ્તિત્વ જણાવવું પડે ? સાત લાખ બોલતાં અંતરમાં કંઈ થાય કે વિધિમાં આવે એટલે બોલી જવાના ? આ તો આદેશ માટે પડાપડી કરે ! પ્રતિક્રમણનાં સૂત્રો બધાએ ધારવાનાં જ હોય ને ? તો આદેશ માટે પડાપડી શા માટે કરવી ? નાનાં છોકરા-છોકરીને લઈને આવે અને એની પાસે બોલાવડાવે. નાના છોકરાને શું જ્ઞાન હોય ? શું ભાવ હોય ? આખું પ્રતિક્રમણ એની પલોજણમાં જ પૂરું કરો ને ? સંસ્કાર પાડવા હોય તો ઘરમાં બોલાવવાનું. આપણી આરાધના સિદાય, એકાગ્રતા હણાય એ રીતે સંસ્કાર ન આપવા. આપણે મોક્ષે જવું છે કે ઘરનાને મોક્ષે પહોંચાડવા છે ? ઘરના લોકોને મોક્ષે પહોંચાડી પછી મોક્ષે
જવા માટે ઘરમાં રહેનારા પરગજુ માણસોનો આજે તોટો નથી. લોકો શું કરે છે તે નથી જોવું. પોતાની બાજુમાં સગો દીકરો બેઠો હોય તો તે શું કરે છે તે જોવા તેની તરફ નજર પણ ન નાંખે તે સાધુ થઈ શકે.
આ અધ્યયનનો પહેલો અધિકાર જીવ-અજીવનું જ્ઞાન છે. શ્રી વીતરાગપરમાત્માના શાસનમાં ધર્મની શરૂઆત આસ્તિયથી થાય છે. જેઓ આત્માનું અસ્તિત્વ ન માને, પરલોકનું અસ્તિત્વ ન માને તેમને ધર્મ કરવાનો અધિકાર નથી. આજે આપણી પાસે સાચી આસ્તિકતા છે ખરી ? શરીરથી જુદો આત્મા છે એવું માનીએ ખરા ? આત્મા છે, એમાં ગુણો રહેલા છે, ગુણોનો આશ્રય આત્મા છે - એવું માનીએ ? આસ્તિક્ય પણ સામાન્ય નહિ, વિશિષ્ટ કોટિનું જોઈએ. સમસ્ત સંસારના ઉચ્છેદની ભાવનાથી મિત્રાદષ્ટિનો યોગ આત્માને થાય છે. ત્યાંથી આસ્તિકતાની શરૂઆત થાય છે. આત્માને માને, કર્મને માને, સંસારને માને, મોક્ષને માને તો જ આવી ભાવના જાગે ને ? લોકોત્તર ધર્મની શરૂઆત તો પાંચમી દૃષ્ટિથી થાય. તેમાં તો વિશિષ્ટ કોટિનું આસ્તિક્ય હોય ને ? નયનિક્ષેપાદિથી ગર્ભિત આત્માદિ તત્ત્વોનું જ્ઞાન અને સ્વીકાર પાંચમી દૃષ્ટિમાં હોય. આસ્તિકની નજર શરીર સામે હોય કે આત્મા સામે ? શરીર માટે પાપ કરવું પડે, આત્મા માટે આજ્ઞા માનવી પડે. પાપ છોડીને વીતરાગપરમાત્માની આજ્ઞા માનવા
તૈયાર થાય ત્યારે આ વિશિષ્ટ કોટિનું આસ્તિક્ય આવે. આ દુનિયામાં કેટલા પ્રકારના આત્મા છે એ જાણવા પહેલાં આપણે આત્મા છીએ - એ માનવાની જરૂર છે. આત્માના અસ્તિત્વને માનનારાએ શરીરને ભૂલવું પડે. આજે સાધુભગવંતો પણ આત્માને યાદ રાખે કે શરીરને ? આરાધના કરતાં શરીરને (૮)
-
સાચવે કે આત્માને ? આત્માને ન માને તે અને શરીરને આત્મા માને તે બેમાં કોઈ ફરક નથી. ઉપરથી શરીરને આત્મા માનનારા તો આત્માને ન માનનારા કરતાં વધારે ભૂંડા છે. આ દુનિયામાં સાચા નાસ્તિક મળવા મુશ્કેલ છે. એક વાર આચાર્યભગવંતે કહ્યું હતું કે – સાચા આસ્તિક તો મળવા મુશ્કેલ છે જ, પણ સાથે સાચા નાસ્તિક પણ મળવા મુશ્કેલ છે. સાચા નાસ્તિક તો જે દેખાય તે જ માને. આવાઓ દુ:ખથી ભાગાભાગ ન કરી શકે. કારણ કે - દુઃખ તો દેખાતું નથી. સાચા નાસ્તિકને પરમ આસ્તિક બનાવી શકાય. ઇન્દ્રભૂતિ ગૌતમ સાચા નાસ્તિક હતા તો ક્ષણમાં આસ્તિક બની ગયા. ભગવાને તેમને પૂછ્યું કે ‘તું જુએ એ જ વસ્તુને તું માને કે બીજા જુએ એ પણ માને ?” તેમણે કહ્યું કે ‘બીજા જુએ તે પણ માનું.' ત્યારે ભગવાને કહ્યું કે હું કેવળજ્ઞાનથી આત્માને સાક્ષાદ્ જોઉં છું. તું પણ કેવળજ્ઞાની થઈશ ત્યારે તને દેખાશે.' તો તરત માની ગયા. બનાવટ બહુ ખરાબ છે. બનાવટી નાસ્તિકતા આપણને સાચા આસ્તિક બનવા દેતી નથી.
-
આ ચોથું અધ્યયન જીવતત્ત્વની આસ્તિકતા ઉપર મંડાયેલું છે. તમારી વાત તો જવા દો, જે સાધુસાધ્વી માટે આ રચના છે તેઓ પણ આત્માને માને છે કે નહિ એ એક મોટો પ્રશ્ન છે. અમારા માટે આ સૂત્રની રચના છે છતાં અમે જ આત્માને ન માનીએ આ તે કેવી વિષમતા ? આઠ વરસના છોકરાને જે સમજાય તે આપણને આ ઉંમરે પણ ન સમજાય : આ આપણી લાયકાત છે ? શરીરની વાત આવે ને મોટું બગડે અને આત્માની વાત આવે તો કાન ઊંચા થઇ જાય - એ સાચા આસ્તિક છે. આજે તો ડોક્ટર આવે તો કાન ઊંચા થઈ જાય અને ગુરુને જોઇને મોટું બગડે તો તેવાને આસ્તિક કઈ રીતે કહેવા ? આત્માનું અસ્તિત્વ સ્વીકારે તેનું જીવન તો એટલું પવિત્ર હોય કે તેમાં કોઈ જાતની ખરાબી પ્રવેશી ન શકે. પાપ તે જ ન કરી શકે કે જે આત્માને આંખ સામે રાખે. શરીરને આંખ સામે રાખે તે પાપ કર્યા વગર ન રહે. આત્મા એ એવી ચીજ છે કે જેના માટે પાપ કરવાની જરૂર ન પડે અને શરીર એ એવી ચીજ છે કે જેના માટે પાપ કર્યા વગર ન ચાલે. પાપથી સુખ મળે કે પાપથી દુઃખ આવે ? ‘પાપથી દુઃખ આવે' એ ભગવાનનું વચન અને ‘પાપથી સુખ મળે’ એ આપણો અનુભવ કહે છે ને ? અનીતિથી પૈસો મળે કે દુ:ખ આવે ? (૯)
Page #7
--------------------------------------------------------------------------
________________
સ૦ પાપથી દુ:ખ આવે છે
એમ જાણીએ તો છીએ.
એ જાણકારી કેવી ? પેલા શેઠના જેવી ને ? જાણું છું, જાણું છું – કહે છતાં હલે નહિ - એવી ને ? એક શેઠને ત્યાં રાત્રે ચોર આવ્યા. શેઠાણી જાગી ગયાં એટલે શેઠને જગાડવા કહ્યું કે - આપણા ઘરનું બારણું ઉઘાડીને કોઈ અંદર પેસ્યું લાગે છે. શેઠે કહ્યું – જાણું છું. શેઠાણીએ કહ્યું કે પેસ્યા લાગે છે. શેઠ કહે - જાણું છું. શેઠાણી કહે કે બધો સામાન કોથળામાં ભરતા લાગે છે. શેઠ કહે – જાણું છું. શેઠાણી કહે હવે કોથળો ખભે મૂકીને ચાલ્યા લાગે છે. શેઠ કહે - જાણું છું. શેઠાણીએ કહ્યું
– દાદર ચઢીને ઓરડામાં કબાટ ખોલીને તેમાંથી
કે - ચોરો બધું લઈને ગયા. શેઠ કહે - જાણું છું. ત્યારે શેઠાણીએ અકળાઈને કહ્યું કે - તમારા જાણપણામાં ધૂળ પડી.
સ૦ શેઠાણી કાચાં કહેવાય !
-
તમે પણ ખરું કરો છો ! ભગવાન અને ગુરુભગવંત કાચા છે અને તમે પાકા છો, ખરું ને ? અનંતા તીર્થંકરભગવંતો આપણને ચેતવતા ગયા છે છતાં આપણે માન્યું નહિ એ આપણી ખામી છે. શેઠાણી કાચાં ન હતાં, શેઠની જાણકારી કાચી હતી માટે શેઠનું સર્વસ્વ લૂંટાઈ ગયું. ભગવાન અને ગુરુ આપણને ચેતવે છે કે ‘કષાયરૂપી ચોરો આપણા ગુણોરૂપી રત્નને લૂંટી જાય છે', છતાં આપણે તેમની વાત કાને ધરતા નથી - એ ખામી આપણી જ છે. શેઠના જેવી જાણકારી નથી જોઈતી. ‘અગ્નિ બાળે છે’ એની જાણકારી જેવી છે : એવી જાણકારી અહીં જોઈએ. ભગવાન પોતે પાપથી ડરતા હતા તેથી તમને ને અમને પણ પાપથી
દૂર રહેવાનું જણાવ્યું. આપણે આત્માને, ભગવાનને, પુણ્ય- પાપને માનીએ ખરા ? આપણું આસ્તિય ક્યાંય પણ દેખાતું નથી ને ? આસ્તિય જેની પાસે હોય તે એકાદ ડગલું તો ચાલે ને ? તેની પ્રવૃત્તિમાં કદાચ ફરક ન પડે, પરિણામમાં તો ફરક પડે ને ? આપણે વરસોથી ધર્મ કરીએ છીએ, તો એટલી ખાતરી આપી શકીએ ખરા કે – ‘પાપ નિષુરતાપૂર્વક નથી જ કરતા' ? જે આત્માના અસ્તિત્વને માને તેને તો પોતાની પ્રવૃત્તિ અને ભગવાનની આજ્ઞાનો વિસંવાદ જોઈને હૈયામાં દુઃખ થયા વિના ન રહે. સમ્યગ્દર્શન જાણકારીમાં છે એની ના નહિ, પણ એ જાણકારી ‘અગ્નિ બાળે છે, વિષે મારે છે અને પાણી ડુબાડે છે” – એના
(૧૦)
-
જેવી હોવી જોઈએ. સાચું કહો, અગ્નિ બાળે છે દુઃખ આવે છે એ શ્રદ્ધા મજબૂત ? સ બંન્ને.
એ શ્રદ્ધા મજબૂત કે પાપથી
અગ્નિથી જેટલા દૂર રહો એટલા પાપથી દૂર રહો ને ?
સ૦ અગ્નિ તો તાત્કાલિક દઝાડે છે.
અગ્નિ તો અડે ત્યારે દઝાડે, જ્યારે પાપ તો કરતાં પહેલાં પણ વિચારમાત્રથી
જ આત્માને સંક્લિષ્ટ બનાવે છે. પાપનો વિચાર પણ આવે ત્યારથી સંક્લેશ, સંતાપની શરૂઆત થાય છે. છતાં પાપથી દુઃખ આવે છે - આવું માનવાની તૈયારી નથી ને ? પાપથી દુઃખ આવે છે એ શ્રદ્ધા તો બાજુ પર રહી, આપણી તો દુઃખ ટાળવા માટે પાપ કરવાની તૈયારી છે ને ? ઠંડીનું દુઃખ દૂર કરવા તાપણું કરો તે પાપ ને ? પાપ કરવાથી દુઃખ ટળે કે દુ:ખ આવે ? દુઃખનો પ્રતિકાર પાપ કર્યા વિના ન થાય. પાપથી બચવું હશે તો દુઃખ ભોગવી લેવાનો પરિણામ કેળવ્યા વિના નહિ ચાલે. દુ:ખ ટાળવાનો પરિણામ પાપબંધનું કારણ છે. જ્યારે દુ:ખ ભોગવવાનો પરિણામ એ કર્મનિર્જરાનું કારણ છે. જે મૂરખ હોય તે દુ:ખ ટાળવા માટે મહેનત કરે, જે ડાહ્યો હોય તે તો દુ:ખ ભોગવી લેવાનું જ પસંદ કરે. દુઃખ ટાળવાથી દુ:ખ બેવડાય છે એવું જાણ્યા પછી પણ રાતદિવસ દુ:ખ ટાળવા માટે જ પ્રયત્ન કરવો : આ તો મૂર્ખાઇનાં જ લક્ષણ છે ને ? દુ:ખ ટાળવાના બદલે દુ:ખ ભોગવવાનું મન થાય ત્યારે આસ્તિકતા આવી એમ સમજવું. દુ:ખ ટાળવાની ભાવના પડી હોય ત્યાં સુધી નાસ્તિકતા ગઈ નથી - એમ સમજી લેવું.
સમ્યક્ત્વના લિંગમાં આસ્તિકતાનું ગ્રહણ કર્યું છે - એનું કારણ જ એ છે કે જે આત્માને માને તે સુખ મેળવવા અને દુઃખ ટાળવા માટે પ્રયત્ન ન કરે. સાચું સમ્યક્ત્વ જેમ સાતમે ગુણઠાણે છે તેમ સાચી આસ્તિકતા પણ સાતમે ગુણઠાણે રહેલી છે. ભગવાનના વચનની શ્રદ્ધા આસ્તિકતામાં સમાયેલી છે. આ શ્રદ્ધા જ ચારિત્રને નિરતિચાર બનાવે છે. આથી જ શ્રી આચારાંગસૂત્રમાં શ્રી સુધર્માસ્વામીજીએ શ્રી જંબૂસ્વામીજીને તથા આ શ્રી દશવૈકાલિકસૂત્રમાં (આઠમા અધ્યયનમાં) શ્રી શય્યભવસૂરિ મહારાજે શ્રી મનકમુનિને આ જ હિતશિક્ષા
(૧૧)
Page #8
--------------------------------------------------------------------------
________________
આપેલી કે - ‘ગાણ સધાઇ નિવૃન્તો તમેવ અનુપાને ના - જે શ્રદ્ધાથી આ સંસારમાંથી નીકળ્યો છે, એ જ શ્રદ્ધાનું અનુપાલન કરજે.' ચારિત્ર લીધા પછી પણ ચારિત્રનું પાલન કરવાનું ન જણાવતાં શ્રદ્ધાનું જ અનુપાલન કરવાનું જણાવ્યું છે - તેનું કારણ જ એ છે કે ચારિત્રમાં જે કાંઈ ખામી આવે છે તે શ્રદ્ધાની ખામીને લઈને જ આવે છે. સુખ છોડીને દુ:ખ વેઠવા માટે આવેલાને પણ દુઃખ હેય લાગવા માંડે અને સુખ ઉપાદેય લાગવા માંડે એટલે એના ચારિત્રમાં ખામી આવવાની જ. આષાઢાચાર્યે દીક્ષા છોડી દીધી તે ભગવાનના વચનની શ્રદ્ધા ગુમાવી બેઠા માટે જ ને ? મેઘકુમાર પણ દુ:ખને હેય માની દીક્ષા છોડવા તૈયાર થઈ ગયા, પરંતુ ભગવાને તેમને દુ:ખ વેઠવા તૈયાર કર્યા તો ચારિત્રમાં સ્થિર થઈ ગયા ને ? આપણી શી દશા છે ? દુ:ખ વેઠવાના બદલે મજેથી દુ:ખ ટાળી દઈએ છતાં સમ્યકત્વ ટકી રહે - એવું માની બેઠા છીએ ને ? ભોગનો ત્યાગ કર્યા પછી પણ ચિત્ત ભોગમાં છે કે ત્યાગમાં છે ? તાવના કારણે અરુચિ થાય ત્યારે ‘નહિ ખવાય તો અનશન કરીશું' - એવો વિચાર તો ન જ આવે, ઉપરથી ‘ખવાતું નથી’ - એની ફરિયાદ કરીએ ને ? આ બધું ગંભીરતાથી વિચારવાની જરૂર છે. જે કરીએ છીએ તે છોડી દેવાની વાત નથી, જે ખૂટે છે તે મેળવી લેવાની વાત છે. વસ્તુ કાઢી નાંખવાની વાત નથી, તેને સુધારવાની વાત છે. શ્રદ્ધા મજબૂત ન હોય તો મજબૂત કરવી છે. શ્રદ્ધા જો મજબૂત હશે તો ચારિત્રમાં શિથિલતા નહિ આવે. આપણી આસ્તિકતાને ઘણાં કાણાં પડ્યાં છે. કેવી રીતે ક્યાં થિગડું મારવું - એ જણાવવા માટે જ મહાપુરુષોનો પ્રયત્ન છે. પરિષહ અને ઉપસર્ગ આપણી શ્રદ્ધાને ચાંચ મારી-મારીને વેરણ-છેરણ કરી ન નાંખે તે માટે શ્રદ્ધાને જાળવી લેવાની શિખામણ આપી છે. ગમે તેટલો તાવ માથે ચઢે તોપણ આપણે આખું ગામ માથે નથી લેવું. શાંતિથી પડ્યા રહેવું છે. આસ્તિકતાની પરીક્ષા દુઃખમાં જ થાય છે. સુખની અપેક્ષા મારીને નીકળેલાને પણ દુ:ખ અકારું લાગવા માંડે એટલે પાછી સુખની અપેક્ષા જાગે છે. તેથી જ દુઃખ ભોગવવાના પરિણામની રક્ષા કરી લઈએ તો આસ્તિકતા જળવાશે.
આ અધ્યયનમાં અનુમાન પ્રમાણથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. આત્માને સિદ્ધ કરવા માટે અને આપણી બુદ્ધિમાં તથા હૈયામાં વાસ્તવિક કોટિનું આત્મતત્ત્વ પેસાડવા માટે મહાપુરુષોએ ગજબ પ્રયત્ન કર્યો છે. મૂળ સૂત્રની રચના
(૧૨) =
કરી શ્રી શય્યભવસૂરિ મહારાજે, નિયુક્તિ રચી શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે, ભાષ્યની રચના કરી શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે અને ટીકા રચી શ્રી હરિભદ્રસૂરિ મહારાજે : આ ચાર ચાર મહાપુરુષો ઉપકાર કરે અને એ પાછું આપણને ગુજરાતી ભાષામાં વાચનાદાતા સમજાવે છતાં આપણે આત્મતત્ત્વને ન માનીએ તો આપણા જેવું કમનસીબ બીજું કોણ ? આત્માની સિદ્ધિ કેવી રીતે કરી છે - એ તો હું અહીં વાંચી જઉં છું. તમારા માટે તો ‘અનુમાન પ્રમાણ એટલે કઈ વાડીનો મૂળો ?' એમ પૂછવું પડે - એવું છે ને ? અહીં જીવનું-આત્માનું સ્વરૂપ સમજાવવા માટે નિક્ષેપ, પ્રરૂપણા, લક્ષણ વગેરે દ્વારા બતાવ્યાં છે. તેમાં સૌથી પહેલાં જીવના નિક્ષેપા બતાવ્યા છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ : આ ચાર સાથે ક્ષેત્ર અને કાળ ભેગા થાય તો છ નિક્ષેપો થાય. એમાંથી અહીં ભાવજીવનો અધિકાર છે. ભાવજીવ હિંસારૂપ અધર્મથી છૂટે તે માટે આ બધું વર્ણન છે. આત્મા શરીર માટે પાપ કરે છે પણ એ ભોગવવાનો વખત તો આત્માને જ આવે છે. જે શરીરથી આત્મા પાપ કરે છે એ શરીર દુ:ખ ભોગવવા આવે છે એવું નથી. પાપ કરે મનુષ્યનું શરીર અને ભોગવે નરકનું શરીર : એ બેની વચ્ચે આત્મા ભીંસાયા કરે છે. આ અવસ્થામાંથી નીકળવા માટે આસ્તિકતાનો પાયો મજબૂત કરવો પડશે. આ પાયો કાચો છે તેથી ધર્મ કરવા છતાં તેમાં મજા આવતી નથી. અહીં જે રીતે આત્માનું સ્વરૂપે વર્ણવ્યું છે તે જ સમજાઈ જાય તો જીવનમાં આસ્તિકતા આવ્યા વિના ન રહે. શાસ્ત્રકારોએ સાધુસાધ્વીને બોદા રાખવાનું કામ કર્યું નથી. આમ છતાં સાધુસાધ્વી બોદાં રહ્યાં હોય તો તેમની બેદરકારીના કારણે.
એક વાર આત્માને માની લઈએ તો પાપ કરવાનું ન બને. માત્ર ભગવાનના શાસનની જ નહિ, દુનિયાના દરેક શાસનની શરૂઆત આસ્તિકતાથી થાય છે. શાસ્ત્રની રચના પાપની ભયંકરતા સમજાવવા માટે છે. જે ભવ્યાત્મા હોય, ધર્મના અર્થી હોય તેને સૌથી પહેલાં પાપથી દૂર થવાનો ઉપદેશ આપ્યો છે. ધર્મ કરનારને જો પાપ ગમતું ન હોય તો, આજે નહિ તો કાલે એ પાપના વાતાવરણમાંથી એને દૂર કરી શકાય. પરંતુ જેને પાપ ગમતું હોય તેને પાપથી દૂર કરી ન શકાય. પાપના ભયના બદલે દુ:ખના ભયથી ધર્મની શરૂઆત કરી છે માટે ધર્મ લેખે નથી લાગતો. આજે ધર્મ કરનારની નજર પાપ ઉપર નથી, દુ:ખ ઉપર જ છે તેથી આસ્તિકતા આવતી નથી. આત્માને માને તેને પુણ્યપાપની ચિંતા થયા વિના ન રહે. દુ:ખ
(૧૩)
Page #9
--------------------------------------------------------------------------
________________
ગમે તેટલું ભૂંડું લાગતું હોય તો પણ જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી દુ:ખ આવવાનું જ. અને આ સંસાર પાપના યોગે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ : આ પાંચ કર્મબંધના હેતુઓ જ્યાં સુધી ટાળીએ નહિ ત્યાં સુધી આ સંસાર લીલોછમ જ રહેવાનો. દુઃખ જોઈતું નથી છતાં દુ:ખ આવ્યા કરે છે, સુખ જોઈએ છે છતાં મળતું નથી : આ બધી વિષમતા આત્માનું જ્ઞાન ન હોવાના કારણે સર્જાઈ છે. આજે બધાને આત્મજ્ઞાનની વાતો કરવી ગમે છે પણ આત્મજ્ઞાન કોને કહેવાય - એ જ ખબર નથી. માત્ર આંખો બંધ કરીને લાલપીળુકાળું દેખાય તે આત્મજ્ઞાન નથી; સંસારથી ભાગી છૂટવાનું મન થાય અને વિષયકષાયની પરિણતિ શાંત થાય તેનું નામ આત્મજ્ઞાન. જ્યાં સુધી દુ:ખ ટાળવાનું મન થાય ત્યાં સુધી આત્મજ્ઞાન થયું નથી – એમ સમજી લેવું. જેને દુ:ખ ગમે તેને જ આત્મજ્ઞાન થાય. અનાદિથી દુ:ખ વેઠતા આવ્યા છીએ છતાં દુ:ખની નફરત ગઈ નહિ તેથી એ દુ:ખ વેઠવાનો અભ્યાસ કામ ન લાગ્યો. દુ:ખ કોઈને આપવું નહિ અને કોઈએ પણ આપેલું દુ:ખ મજેથી વેઠી લેવું તેનું નામ આત્મજ્ઞાન. કોઈને દુઃખ ન આપવાની અને કોઈએ પણ આપેલું દુ:ખ વેઠી લેવાની તૈયારી વિના સાચી આસ્તિકતા આવતી નથી અને આવી આસ્તિકતા સાધુપણામાં જ ટકી શકે છે. યોગની આસનાદિ પ્રક્રિયા કર્યા વિના મહાયોગી થઈ શકીએ એવો આ સાધુપણાનો રાજમાર્ગ છે.
આ સાચી આસ્તિકતા પામવા માટે જીવનું સાચું સ્વરૂપ સમજવું જરૂરી છે. કોઈ પણ વસ્તુનું સાચું સ્વરૂપ સામાન્યથી ચાર નિક્ષેપે સમજાય છે. જેના વડે વસ્તુનું સ્વરૂપ સારી રીતે નજર સામે મુકાય અર્થાત્ વસ્તુ નજર સામે આવે એ રીતે વસ્તુનું સ્વરૂપ જેના વડે સમજાવાય તેને નિક્ષેપો કહેવાય. કોઈ પણ વસ્તુને જણાવનાર શબ્દના ઓછામાં ઓછા ચાર પ્રકાર થાય. આ ચાર પ્રકારને ચાર નિક્ષેપા કહેવાય. એક ઘડાસ્વરૂપ વસ્તુને સમજાવવા માટે ‘ઘટ (ઘડો)' શબ્દ વપરાય છે. આ ઘટ શબ્દના ચાર પ્રકાર થાય : નામઘટ, સ્થાપનાઇટ, દ્રવ્યઘટ, ભાવઘટ. ‘ઘટ’ કે ‘ઘડો’ આ પ્રમાણે શબ્દ લખેલો કે બોલેલો હોય તેને નામઘટ કહેવાય. ચિત્રમાં દોરેલો ઘડો હોય તે સ્થાપનાવટ. ‘અહીં ઘડો થશે’ અથવા ‘ઘડો ફૂટી ગયો” આવું
જ્યાં બોલાય ત્યાં દ્રવ્યઘટ હોય અને ‘ઘડો લાવો’ એમ કહ્યા પછી જે લવાય તેને ભાવઘટ કહેવાય. સંસ્કૃતમાં સમજવું હોય તો : ‘પદે શ્રમિ' અહીં ‘ટ’ શબ્દ નામઘટને જણાવે છે. ‘ડું વિત્ર ધટે પ’ અહીં “પટ' શબ્દ સ્થાપનાવટને
સમજાવે છે. 'ફૂદ ઘટો વિષ્યતિ નો વા' અહીં ‘ઘટ' શબ્દ દ્રવ્યઘટને જણાવે છે અને પેટમાનવ' અહીં ‘ટ’ શબ્દ ભાવઘટને જણાવે છે. ‘ઘડો’ આ પ્રમાણે શબ્દ તે નામઘડો, ચિત્રનો ઘડો તે સ્થાપનાઘડો, ઘડો થવા પહેલાંની કે ઘડો ફૂટ્યા પછીની અવસ્થા તે દ્રવ્યઘડો અને પાણીથી ભરેલો ઘડો તે ભાવ ડો. આટલું તો સમજાય અને યાદ રહે એવું છે ને ? નામનિક્ષેપાના બે ભેદ છે : એક વર્નાવલી (શબ્દ) સ્વરૂપ નામનિક્ષેપો અને બીજો, જેમાં અર્થ ઘટતો ન હોય તેવી વસ્તુને તે નામથી બોલાવીએ તે અર્થને પણ નામનિક્ષેપો કહેવાય. દા.ત. કોઈ દરિદ્રનું કુબેર નામ પાડ્યું હોય તો તે દરિદ્રને નામથી કુબેર કહેવાય. શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં જણાવ્યું છે કે કોઈ ગોવાળિયાના દીકરાનું ‘ઇન્દ્ર' નામ પાડ્યું હોય તો તે વ્યક્તિને ઇન્દ્રનો નામનિક્ષેપો કહેવાય. ગુણસંપન્ન વ્યક્તિનું તે નામ પાડ્યું હોય તો તે ભાવનિક્ષેપામાં જાય. પરંતુ ગુણરહિતનું નામ પાડ્યું હોય તો તેને નામનિક્ષેપો કહેવાય. તમે શ્રાવક કહેવાઓ છો અને અમે સાધુ કહેવાઈએ છીએ તે નામથી જ ને ? તમે નામથી શ્રાવક કે ભાવથી ? શાસ્ત્રકારોએ આ નિક્ષેપા ગુણના અર્થી બનીને ગુણસંપન્ન બનવા માટે જણાવ્યા છે, ગુણરહિત રહેવા માટે નહિ. અમને કોઈ સાધુમહારાજ કહે તો અમને પણ વિચાર આવવો જોઈએ કે અમારામાં નામથી સાધુતા છે કે ભાવથી ? જે મોક્ષની સાધના કરે તેને સાધુ કહેવાય. જે શ્રાવકની પલસી કરે, શ્રાવકોનું ઔચિત્ય જાળવે, તેમની પાછળ દોડાદોડ કરે તેનામાં સાધુતા ક્યાંથી આવે ? નામનિક્ષેપોમાંથી ભાવનિક્ષેપામાં જવું છે.
સવ નિક્ષેપાનો અર્થ તો પ્રતિપાદ્ય વસ્તુનું સ્વરૂપ છે, તો જે અર્થ ઘટતો ન હોય તેનો સમાવેશ તેમાં ક્યાંથી થાય ?
નિક્ષેપા તેને કહેવાય કે જે વસ્તુના વિસ્તૃત સ્વરૂપની નજીક લઈ જાય. એ વાસ્તવિક સ્વરૂપ સમજવા માટે બનાવટી સ્વરૂપ પણ સમજવું જરૂરી છે. બનાવટી વસ્તુનો પણ તે રૂપે વ્યપદેશ થાય છે ને ? વસ્તુને જણાવનાર શબ્દનો પ્રયોગ
જ્યાં જ્યાં થતો હોય તે દરેકનો સમાવેશ આ નિક્ષેપોમાં થાય છે. વસ્તુનું યથાર્થ સ્વરૂપ નજર સામે આવે તે માટે આ નિક્ષેપાનું વર્ણન છે, આ કાંઈ માત્ર શબ્દોનો આડંબર નથી. નિક્ષેપા જે સમજાઈ જાય તો શાસ્ત્રના જ્ઞાનનું એક સાધન સમજાઈ ગયું - એમ સમજવું. નય, નિક્ષેપ અને સમભંગી : આ ત્રણ સાધન શાસ્ત્રજ્ઞાનનાં
(૧૫)
Page #10
--------------------------------------------------------------------------
________________
કહેવાય. સાધુના દ્રવ્યનિક્ષેપાનો વિચાર કરીએ તો જે સાધુ થવાના હોય તેવા મુમુક્ષુને દ્રવ્યસાધુ કહેવાય તેમ જ ભાવસાધુના મૃતદેહને દ્રવ્યસાધુ કહેવાય. તીર્થંકર પરમાત્માના દ્રવ્યનિક્ષેપાનો વિચાર કરીએ તો; કેવળજ્ઞાન થાય નહિ ત્યાં સુધી તીર્થંકરના આત્માઓને દ્રવ્યતીર્થંકર કહેવાય. નિગોદમાં રહેલા તીર્થંકરના આત્માઓને દ્રવ્યતીર્થંકર કહેવાય. ઘણા આત્માઓ એવા છે કે જેઓ અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવે તો તીર્થંકર થવાની યોગ્યતા ધરાવે છે, છતાં પણ તેઓ ક્યારે પણ તીર્થંકર થવાના જ નથી.
સવ યોગ્યતા હોય તો તીર્થંકર કેમ ન થાય અને તીર્થંકર ન થાય તો યોગ્યતા કેમ મનાય ?
છે. નાની વાત તો ગહન છે, નિક્ષેપા એટલા ગહન નથી કે જેથી તેમાં અટવાઈ જઈએ. વસ્તુને જણાવનાર જે શબ્દ તે નામનિક્ષેપો છે અને સચેતન કે અચેતન વસ્તુનું તે નામ પાડ્યું હોય તો તે વસ્તુને પણ નામનિક્ષેપો કહેવાય. નામ હોય અને ગુણ ન હોય તો ન ગમે ને ? છતાં આવું નામ પાડવાનો, રાખવાનો કે બોલવાનો આશય એ છે કે - પાપ કરતાં આંચકો લાગે, પ્રવૃત્તિ બદલવાનો વિચાર આવે, જીવનમાં પરિવર્તન આવે, ગુણો મેળવવાનું મન થાય. જેમ ઘડાનું દષ્ટાંત સમજાવ્યું તેમ તીર્થંકર પરમાત્માનું દષ્ટાંત પણ યાદ રાખવું. પરમાત્માનું નામ તે નામનિક્ષેપો. કોઈનું ભગવાન નામ પાડ્યું હોય તે નામનિક્ષેપો. કોઈ માસિકનું તીર્થંકર નામ પાડ્યું હોય તો તેને પણ નામતીર્થકર કહેવાય. નામથી ઘડો, નામથી સાધુ. નામથી માણસ..... આવું બોલીએ છીએ, તેથી તેને નામનિક્ષેપો કહેવાય.
ભાવભૂત વસ્તુનો આકાર દેખાય કે ન દેખાય, પરંતુ તે ભાવના ઉદેશથી જે ધારણા કરી હોય તેને સ્થાપનાનિક્ષેપો કહેવાય છે. સ્થાપના ભાવની હોય છે, નામની કે દ્રવ્યની નહિ. નામ અને દ્રવ્ય તો ભાવથી વિનિમુક્ત હોય છે, જ્યારે સ્થાપનામાં ભાવનો આરોપ હોય છે. ભાવને સમાવવાના ઈરાદે જે સ્થપાય તેને સ્થાપના કહેવાય. આ સ્થાપનાના સભૂત (સાકાર) કે અસદ્ભૂત (નિરાકાર) ભેદ પડે, પ્રશસ્ત કે અપ્રશસ્ત ભેદ પડે, ઇત્વરકથિક કે યાવન્કથિક : એવો ભેદ પડે. જીવંત કે મૃત : આ ભેદ સ્થાપનાનો નથી. ભાવસાધુની સ્થાપના કરી હોય તો તે જીવંતની જ હોય, મૃતાવસ્થાની નહિ. પ્રશસ્ત ભાવનિક્ષેપાની સ્થાપના પ્રરાસ્ત હોય અને અપ્રશસ્તભાવની સ્થાપના અપ્રશસ્ત હોય. ભાવનિક્ષેપાનો આકાર સ્થાપનામાં દેખાય તો તેને સદ્ભૂત સ્થાપના કહેવાય અને આકાર ન દેખાતો હોય તો તેને અસદ્દભૂત સ્થાપના કહેવાય. પ્રતિમાજી એ સદ્દભૂત સ્થાપના છે જ્યારે આંગળીના વેઢે ધારણા કરીને જણાવાય તથા ચંદનક વગેરેમાં જે સ્થાપના કરાય તે અસદ્દભૂત સ્થાપના કહેવાય. આ સ્થાપના માત્ર અલ્પસમય માટે કરાય તો તેને ઇતરકથિક કહેવાય. જેમ કે નવકારપંચિંદિય બોલીને જે સ્થાપના કરાય તેને ઇત્વરકથિક સ્થાપના કહેવાય. જ્યારે પ્રતિમાજી વગેરે માં કાયમ માટે જે
સ્થાપના કરાય છે તેને યાવસ્કથિક કહેવાય છે. દ્રવ્યનિક્ષેપો તેને કહેવાય કે જેમાં વર્તમાનમાં ભાવનો સંબંધ હોતો નથી. જે ભૂતકાળમાં ભાવનો અનુભવ કરી ચૂક્યો હોય તેને અથવા ભવિષ્યમાં જે ભાવનો અનુભવ કરવાનો હોય તેને દ્રવ્યનિક્ષેપો
a૬) =
યોગ્યતા હોવા છતાં સહકારીકારણનો યોગ ન થાય ત્યાં સુધી એ યોગ્યતા ફળ સુધી પહોંચાડનારી બનતી નથી, છતાં તેમાં ફળની યોગ્યતા મનાય છે. જેમ ચોખામાં ભાત થવાની યોગ્યતા હોવા છતાં ઘણા ચોખા એવા હોય છે કે જે પગ નીચે કચડાઈ જાય અને તેમાંથી ભાત ન બને. તોપણ એમાં ભાત થવાની યોગ્યતા મનાય ને ? રત્ન ખાણમાં હોય તો તેને રત્ન કહેવાય કે કોલસો ?
જ્યારે બહાર નીકળે ત્યારે રત્ન તરીકેનો વ્યવહાર થાય એટલું. બાકી ખાણમાં રહેલા રત્નને રત્ન ન કહેવાય - એવું નહિ. નજીકમાં ભાવનું કારણ બનવાનું હોય ત્યારે તેમાં દ્રવ્યત્વનો વ્યવહાર થતો હોય છે પણ તેની પૂર્વે દ્રવ્યત્વ ન હોય એવું નહિ. શ્રી ચૈત્યવંદનભાષ્યમાં પણ કહ્યું છે - ટૂધ્વનિ ઉનાનીવા - જિનેશ્વરભગવંતનો આત્મા એ દ્રવ્યતીર્થંકર છે. દ્રવ્યનિક્ષેપો ભાવથી વિરહિત હોય. દ્રવ્યનિક્ષેપો ભાવશૂન્ય હોય પણ સ્થાપનાનિક્ષેપો ભાવશૂન્ય નથી હોતો. ભાવનિક્ષેપો તો ગુણસંપન્ન હોવાથી ભાવસ્વરૂપ છે. જે કામ જેનું હોય તે કરે ત્યારે ભાવનિક્ષેપો કહેવાય, ન કરે તો દ્રવ્યનિક્ષેપો કહેવાય. ઘડાનું કામ પાણી ભરી રાખવાનું છે. તેથી પાણી ભરેલો ઘડો હોય તેને ભાવઘડો કહેવાય. ગઈ કાલે જે ઘડામાં પાણી ભર્યું હતું, આવતી કાલે એમાં પાણી ભરવાનું છે પણ આજે એ ઘડામાં પાણી નથી ભર્યું તો તે ઘડાને આજે દ્રવ્યઘડો કહેવાય. એવી જ રીતે તીર્થંકરભગવંત પણ કેવળજ્ઞાન થયા બાદ જ્યારે સમવસરણમાં બેસીને દેશના આપે ત્યારે તેમને ભાવતીર્થકર કહેવાય. ભગવાન જ્યારે દેશના ન આપતા હોય
(૧૭)
Page #11
--------------------------------------------------------------------------
________________
સવ સમુદાયમાં એકવાક્યતા હોવી જોઈએ ને ?
એકવાક્યતા તમારા ઘરમાં ય ક્યાં છે ? કોઈને ભાત ફાવે તો કોઈને ખીચડી ફાવે, કોઈને મગની દાળ ફાવે તો કોઈને તુવેરની દાળ ફાવે. જ્યાં ઇચ્છાનું સામ્રાજ્ય હોય ત્યાં એકવાક્યતા ન હોય. એકવાક્યતા તો આજ્ઞાના સામ્રાજ્યમાં જળવાય. મનભેદના કારણે મતભેદ થાય તો એકવાક્યતા ક્યાંથી રહે ? જ્યાં સુધી કર્મની આધીનતા ટાળવાની વૃત્તિ કેળવાઈ ન હોય ત્યાં સુધી વિચિત્રતા તમારે ત્યાં પણ રહેવાની ને અમારે
ત્યાં પણ રહેવાની. કર્મની આધીનતા ટાળીને શાસ્ત્રને આધીન થઈને જીવવાની તૈયારી આવે તો એકવાક્યતા આવ્યા વિના ન રહે. આ સંસારમાં જે કાંઈ અશાંતિ કે વિવાદ ઊભા છે તે ભગવાનની આજ્ઞા હૈયામાં પરિણામ પામી નથી તેનો પ્રતાપ છે. ભગવાનની આજ્ઞા જેના હૈયામાં પરિણામ પામે તેને દુનિયામાં ક્યાંય અશાંતિ નથી.
અને દેવછંદામાં બેઠા હોય અથવા તો તેમનું તીર્થંકરનામકર્મ પૂરું થઈ જવાથી અનશાન સ્વીકારે ત્યારે તેમને દ્રવ્યતીર્થંકર કહેવાય છે. ભગવાનના ચારેય નિક્ષેપા પૂજ્ય છે. તેઓશ્રીનું નામ પણ પૂજ્ય છે, સ્થાપના પણ પૂજનિક છે, દ્રવ્ય પણ પૂજાપાત્ર છે અને ભાવ તો સુતરાં પૂજનીય છે. સ્થાપનાતીર્થંકર અને ભાવતીર્થંકરનું પૂજ્યત્વ તો પ્રસિદ્ધ છે. છતાં તેમની પૂજાવિધિમાં તથા ઔચિત્યમાં ફરક પડે.
સ્થાપનાતીર્થંકરની અષ્ટપ્રકારી પૂજા કરાય પણ ભાવતીર્થંકરની અષ્ટપ્રકારી પૂજા ન કરાય. ભાવતીર્થંકરને ગોચરી બતાવાય, સ્થાપનાતીર્થંકર સામે ગોચરી ન લવાય. પરમાત્માનો નામનિક્ષેપો પૂજનીય હોવાથી જ પરમાત્માનું નામસ્મરણ કરાય છે. નવકારવાળી ગણવી - એ નામનિક્ષેપાની પૂજા છે. દ્રવ્યનિક્ષેપો પૂજનીય હોવાથી શ્રી ભરતમહારાજાએ શ્રી મહાવીર પરમાત્માના જીવ મરીચિને ત્રિદંડી અવસ્થામાં પણ વંદન, સ્તવના વગેરે કર્યું હતું. જેમાંથી ભાવ ચાલ્યો ગયો હોય એવું દ્રવ્ય તો વિસર્જનને યોગ્ય છે. આથી જ સાધુભગવંતના મૃતદેહનું વિસર્જન કરાય છે. જ્યારે સ્થાપનામાં ભાવનો આરોપ હોવાથી સ્થાપના ભાવની જેમ જ પૂજ્ય ગણાય છે. આ રીતે ચાર નિક્ષેપા એક શબ્દના હોવાથી એક પણ છે અને જુદા જુદા અર્થને જણાવનાર હોવાથી જુદા પણ છે. આમ છતાં નિક્ષેપાનું સ્વરૂપ સ્પષ્ટ છે તેમાં કોઈ વિવાદ થવાનું કારણ નથી. વિવાદ શાસ્ત્રના કારણે નથી થતા, સ્વાર્થના કારણે થાય છે; જે પરમાર્થની પ્રીતિ હોય તો કોઈ વિવાદ ન થાય. ‘માનું છું તે બરાબર છે” આવો આગ્રહ એ વિખવાદનું મૂળ છે. ‘શાસ્ત્ર કહે છે તે બરાબર છે' આવી શ્રદ્ધા હોય તો કોઈ વિવાદ કે વિખવાદ ન થાય.
સ૦ શાશના અર્થ કરવામાં ફરક પડે ને ?
પોતાની મતિકલ્પનાથી અર્થ કરે તો ફરક પડે. શાસ્ત્રાનુસારી મતિથી અર્થ કરે તો કોઈ ફરક પડે નહિ. સદ્દગુર પાસે વિનયબહુમાનપૂર્વક શાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય તેની મતિ માર્ગાનુસારી બન્યા વિના ન રહે. છતાં અર્થમાં ભેદ પડતો હોય તો તેના નિર્ણય માટે લવાદી (મધ્યસ્થ પુરષ) નીમીએ. એક કહે કે બે ને બે ચાર થાય અને બીજો કહે કે બે ને બે ત્રણ થાય : તો બન્ને સાચા ન હોય ને ? અપેક્ષાએ બે ને બે ત્રણ પણ થાય - એવું ન કહેવાય ને ? સાચું સમજવું હોય તો ઉપાય છે. પરંતુ જેને પોતાનું જ ખરું કરવું હોય તેના માટે લવાદી ચર્ચા કરવી પણ વ્યર્થ છે. બીજા સમજે કે ન સમજે આપણે સમજીને ચાલવા માંડવું.
૮) =
આપણું આસ્તિક્ય જળવાતું નથી તેનું કારણ એ છે કે જીવનું અસ્તિત્વ માન્યા પછી પણ શરીરથી અતિરિક્ત આત્મા લગભગ માનતા નથી. આત્માને શરીરથી જુદો માને તે રાતદિવસ શરીરની માવજત કરે કે આત્માની ચિંતા કરે ? આત્માને માનતા ન હોવા છતાં આત્માને માનવાનો ડોળ કરવો એ તો બનાવટી આસ્તિકતા છે. તમને ને અમને આવી બનાવટ કરવાની ફાવટ આવી ગઈ છે. અત્યાર સુધી આવાં નાટક તો ઘણાં કર્યો, હવે અસલ પાત્ર ભજવીને મોક્ષે જતા રહેવું છે. આપણી અપાત્રતા એક વાર ઓળખાઈ જાય તો પાત્રતા આવ્યા વિના ન રહે. ભગવાન જેની ના પાડે તે પ્રેમથી લઈએ અને જે કરવાનું કહે તેનો તિરસ્કાર કરીએ : આ તે કાંઈ જીવન છે ? ભગવાને દવા લેવાની ના પાડી છે છતાં તે પ્રેમથી-ચીવટથી લઈએ અને ભગવાને ગાથા ગોખવાની કહી છે તેમાં કંટાળો આવે ને ? શરીર નબળું હોય અને સહનશીલતા ઓછી હોય તેથી દવા લેવી પડે તો લઈએ, પણ સાથે એટલું નક્કી કરવું છે કે જેટલી દવાની ગોળી લઈએ તેટલી ગાથા કંઠસ્થ કરવાની. માંદગીમાં બીજા વિચારો થાય, મંત્રજાપ કરાય તો ગાથા ન ગોખાય ? આજે તો ગાથા શબ્દ જ જાણે વ્યથાને ઉત્પન્ન કરે છે - એવું લાગે ને ? ગણધરભગવંતાદિએ ભગવાને જણાવેલા અર્થને સૂત્રમાં નિબદ્ધ કર્યો તે આપણા ઉપકાર માટે કર્યો છે. એ સૂત્રોને કંઠસ્થ કરવાની લાયકાત કેળવીને કંઠસ્થ કરી લેવાં છે. આ શ્રી દશવૈકાલિક સૂત્ર તો તમે પણ ચાર અધ્યયન સુધી કંઠસ્થ કરી શકો
(૧૯)
Page #12
--------------------------------------------------------------------------
________________
છો. આપણે ત્યાં પહેલાં સૂત્ર કંઠસ્થ કરીને પછી અર્થની વાચના લેવાનો વિધિ છે. તમને અર્થ પહેલાં આપ્યા છે. હવે સૂત્ર કરી આપવાનું દેવું તમારા માથે છે. આપણા ત્રણ અધ્યયન વાચનાશ્રેણીમાં થઈ ગયાં. તમે ત્રણ અધ્યયન તો કંઠસ્થ કરી લીધાં હશે ને ? શ્રી મનકમુનિ કાળધર્મ પામ્યા પછી શ્રી શય્યભવસૂરિમહારાજ તો આ સૂત્ર સંહરી લેવાના હતા. અન્ય સાધુભગવંતોની વિનંતિથી સંહયું નહિ, તે આપણા ઉપકાર માટે જ. એ ઉપકારને ઝીલવો હોય તો આ સૂત્રનાં દશે ય અધ્યયન કંઠસ્થ કરી શકાય એવી યોગ્યતા કેળવી લેવી છે. આ ચોથા અધ્યયનમાં જીવનું સ્વરૂપ સુંદર રીતે સમજાવ્યું છે. શરીર એ આત્મા નથી – આવું ભેદજ્ઞાન જણાવવાનું કામ આ ચોથા અધ્યયનનું પ્રત્યેક પદ પોકારી પોકારીને કરે છે. જીવ શરીરમાં રહેવા છતાં શરીરથી ભિન્ન છે. અત્યાર સુધી શરીરને આત્મા માની તેની સારસંભાળમાં આખી જિંદગી પસાર કરી, હવે આત્માની ચિંતામાં લાગી જવું છે. શરીર તો રોગોનું ઘર છે. કર્મ છે ત્યાં સુધી શરીર છે અને શરીર છે ત્યાં સુધી રોગો રહેવાના. ગમે તેટલા રોગો આવે તો પણ સનસ્કુમાર ચક્રવર્તીને યાદ કરીને રોગો સહન કરી લેવા. સનસ્કુમાર ચક્રવર્તીએ સાતસો વરસ સુધી સોળ પ્રકારના રોગો અને સાત પ્રકારની વેદના સમભાવે સહન કરી લીધી, પણ રોગોનો ઉપચાર ન કરાવ્યો. કોઈ જાતની અરતિ પણ ન કરી અને આધ્યાન પણ ન કર્યું. એમના જેવું સત્ત્વ અને સહનશીલતા ન હોય તો ઉપચાર કરાવી લઈએ, પરંતુ એ માર્ગ છે - એવું ન માનીએ તોય કામ થઈ જાય. રોગની દવા પણ પુણ્યોદય પાંસરો હોય તો જ મળે છે - એમ સમજીને દવા લેવી. જો પુણ્ય ન હોય તો દવા પણ ન મળે. ભૂતકાળમાં ભગવાનની આજ્ઞા આરાધી નથી માટે રોગ આવે છે પણ સાથે આડા હાથે કંઇક પુણ્ય કર્યું છે તેથી દવા મળી રહે છે, આથી સાવધ રહીને ઉપચાર કરાવવા. જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી દવા લેવી નથી : આટલું તો નક્કી કરાય ને ? આ સંસારમાં જે વિષમતા સર્જાય છે તે ભગવાનની આજ્ઞા આરાધી નથી તેનું પરિણામ છે - એમ સમજીને આજ્ઞા તંતોતંત આરાધવા માટે પ્રયત્ન કર્યા કરીએ તો આ સંસારથી જલદી છુટકારો પામી જઈએ.
ગૃહસ્થજીવનની આરાધના સાધુપણા દ્વારા જ પરમપદ સુધી પહોંચાડનારી બને છે. આથી શ્રાવકોને સાધુની સામાચારી સાંભળવાનું કહ્યું છે. શ્રી વીતરાગપરમાત્માના શાસનમાં જ્યારે પણ ધર્મની વાત આવે ત્યારે સર્વવિરતિ નજર સામે
(૨૦) =
આવ્યા વિના ન રહે. સાધુપણું આસ્તિકતાના પાયા ઉપર મંડાયેલું છે. એક વાર આત્માનું અસ્તિત્વ માની લઈએ તો આ સંસાર છૂટી જાય અને મોક્ષ તરફ મીટ મંડાય. આપણને આત્મતત્ત્વ સિવાય બીજાં બધાં તત્ત્વો માનવાનું ફાવે એવું છે ને ? આ જીવતત્ત્વનું અસ્તિત્વ માની લઈએ તો વર્તમાનમાં જે રીતે જીવીએ છીએ તે રીતે જીવી ન શકાય. અત્યારે જે કાંઈ અનુકૂળ સંયોગો મળ્યા છે એમાં જ કાયમ માટે જીવવાનું છે : એમ માનીને પાપ કરવાનું કામ ચાલુ છે. ગમે તેટલું ઊંચામાં ઊંચું સુખ, વ્યવસ્થા અહીં મળી હોય તોપણ તે કાયમ માટે ટકવાની નથી – એવું જો સમજાય તો જીવનમાંથી પાપ ઓછાં થયા વિના ન રહે. જીવનું અસ્તિત્વ અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનું છે. પરંતુ આ સંસારમાં જીવની અવસ્થા એકસરખી રહેતી નથી. ભૂતકાળના પુણ્યથી વર્તમાનમાં ગમે તેટલી સારી અવસ્થા મળી હોય તો પણ તે પુણ્ય પૂરું થયા પછી જતી જ રહેવાની છે અને વર્તમાનમાં કરેલાં પાપોનું ફળ ભોગવવા માટે દુર્ગતિમાં જવું જ પડવાનું. એના કરતાં પુણ્ય અને પાપથી અળગા થવાય એવા આ સાધુપણાનું પાલન કરવા તત્પર બની જવું છે. અત્યાર સુધી આપણે ચાર નિક્ષેપાની વાત પૂરી કરી. કોઈ પણ વસ્તુના સામાન્યથી ઓછામાં ઓછા ચાર નિક્ષેપો થાય. શ્રોતા જો બુદ્ધિમાન હોય તો વક્તા પોતાના ક્ષયોપશમાનુસાર વધુ પણ નિક્ષેપા પાડીને બતાવે. જીવના નિક્ષેપા પાડવા હોય તો 'જીવ’ આ પ્રમાણે જે શબ્દ છે તેને નામજીવ કહેવાય. અથવા તો જીવનામનો કોઈ સચેતન કે અચેતન પદાર્થ હોય તેને નામજીવ કહેવાય. જીવનું જે ચિત્ર દોરેલું હોય તે ચિત્રમાં રહેલ જીવને સ્થાપનાવ કહેવાય. જીવનો દ્રવ્યનિક્ષેપો વાસ્તવિક રીતે સંભવતો નથી. માત્ર બુદ્ધિથી ચૈતન્યાદિસ્વરૂપ ગુણ
અને મનુષ્યત્વાદિસ્વરૂપ પર્યાયથી રહિત એવા જીવદ્રવ્યની કલ્પના કરીએ તો તેને દ્રવ્યજીવ કહી શકાય. પરંતુ આવા ગુણપર્યાયથી રહિત જીવદ્રવ્ય ન હોવાથી જીવનો દ્રવ્યનિક્ષેપો સંભવતો નથી. જીવદ્રવ્ય ચૈતન્યાદિ ગુણ અને મનુષ્યત્વાદિ પર્યાયથી યુક્ત જ હોય છે. ગુણો સામાન્યથી સહભાવી હોય છે અને પર્યાય ક્રમભાવી હોય છે. આત્માનું ચૈતન્ય અનાદિનું હોવાથી આત્માની સાથે જ રહેલું છે તેથી તે સહભાવી છે, જ્યારે મનુષ્યત્વ વગેરે પર્યાયો કાયમ માટે આત્માની સાથે નથી હોતા, તે તે પર્યાયો ક્રમે કરીને આત્મામાં રહેતા હોવાથી તે ક્રમભાવી છે. ચૈતન્યાદિ ગુણ તથા મનુષ્યત્વાદિ પર્યાયથી યુક્ત એવો જીવ તે ભાવનિક્ષેપો છે. આ
(૨૧)
Page #13
--------------------------------------------------------------------------
________________
ભાવનિક્ષેપો ત્રણ પ્રકારે છે : (૧) ઓઘજીવ, (૨) ભવજીવ, (૩) તદ્દભવજીવ. આયુષ્યકર્મ વિધમાન હોય ત્યાં સુધી સામાન્યથી જે સંસારમાં રહેલો છે તેને ઓઘજીવ કહેવાય છે. જેમાં કોઈ ગતિ, ભવ. પર્યાય વગેરેની વિચારણા કરવામાં ન આવે તેને ઓઘજીવ કહેવાય. આ સંસારમાં જીવનું અસ્તિત્વ આયુષ્યકર્મના કારણે જ છે. જે દિવસે આયુષ્યકર્મનો નાશ થશે તે દિવસે આત્મા સિદ્ધ થઈ જશે અને ઓઘવનો નાશ થશે. નવતિ ત નવ: | જે આયુષ્યકર્મના ઉદયે જીવે છે અર્થાત્ આયુષ્ય વગેરે દ્રવ્યપ્રાણોને જે ધારણ કરે છે તેને ઓઘજીવ કહેવાય છે. વિગ્રહગતિમાં પણ આ આયુષ્યકર્મનો ઉદય હોય છે. આયુષ્યકર્મનો ઉદય ન હોય એવા એકમાત્ર સિદ્ધના જીવો છે. આવું કર્મયોગે ઓઘજીવરૂપે આપણું અસ્તિત્વ અનાદિકાળથી હતું. વર્તમાનમાં છે અને ભવિષ્યમાં કોને ખબર કેટલો કાળ રહેશે ! આપણે ધારીએ તો એક-બે ભવમાં ઓઘજીવમાંથી સિદ્ધ બની શકીએ એવું છે. ભવજીવ એટલે એક ગતિમાંથી બીજી ગતિમાં જેના વડે જવાય છે તેવા જીવને ભવજીવ કહેવાય છે. તે તે મનુષ્યાદિ ગતિમાં રહેલ જીવ તે ભવજીવ કહેવાય અને તે ગતિમાંથી મરીને ફરી તે જ ગતિમાં ઉત્પન્ન થાય તેને તદ્દભવજીવ કહેવાય. ભવજીવના ચાર ગતિને આશ્રયીને ચાર પ્રકાર પડે છે. જ્યારે તદ્દભવજીવ બે પ્રકારના છે. કારણ કે મનુષ્ય મરીને મનુષ્ય થાય અને તિર્યંચ મરીને તિર્યંચ થાય. દેવ મરીને દેવ ન થાય અને નારકી મરીને નારકી ન થાય. તદભવજીવને બે આયુષ્ય સત્તામાં મળે. આ રીતે સ્પષ્ટ છે કે જેના કારણે જીવ સામાન્યથી ભવમાં-સંસારમાં રહે છે તે આયુષ્યકર્મસામાન્યને ઓઘજીવિત કહેવાય, જેના કારણે જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે તે આયુષ્યકર્મવિશેષને ભવજીવિત કહેવાય અને જેના કારણે તે ગતિમાંથી મરીને ફરી તે જ ગતિમાં ઉત્પન્ન થાય તેવા આયુષ્યકર્મને તદ્દભવજીવિત કહેવાય. તે તે જીવિતથી વિશિષ્ટ એવા જીવને ક્રમસર ઓઘજીવ, ભવજીવ અને તદ્દભવવ કહેવાય. આ રીતે નિક્ષેપદ્વાર પૂરું થયું. આ ચાર નિક્ષેપામાંથી ભાવજીવનો અહીં અધિકાર છે.
ભાવજીવના આ ત્રણ ભેદની વિચારણા આયુષ્યકર્મથી રહિત થવા માટે છે. કર્મના વિયોગ માટે દીક્ષા લઈને નીકળેલા જે કર્મવિયોગના પુરુષાર્થમાં લાગી રહે તો કર્મથી રહિત થયા વિના ન રહે. આખા ભવમાં એકવાર બંધાય પણ અસંખ્યાતકાળ સુધી તે તે ભવમાં રાખે એવું આ આયુષ્યકર્મ છે. આયુષ્ય જો
(૨)
બંધાયું ન હોય તો વિશુદ્ધિની સંભાવના પૂરતી છે. શ્રી દઢપ્રહારીના અધ્યવસાય સંક્લિષ્ટ હોવા છતાં આયુષ્ય બંધાયું ન હતું તો તક મળી અને વિશુદ્ધ અધ્યવસાય દ્વારા ક્ષપકશ્રેણી માંડીને મોક્ષે પહોંચી ગયા. આ ભવમાં જો આજ્ઞા મુજબ સાધુપણું આરાધી લઈએ, પરિણામ વિશુદ્ધ રાખીએ તો આવતા ભવે ચોક્કસ સિદ્ધ થઈ જવાય. ઓઘજીવિતનો અંત ચૌદમા ગુણઠાણાના અંતે આવવાનો. આયુષ્યકર્મનો અંત લાવવો છે ને ? સાધુપણું દેવલોકમાં જવા માટે લેવું છે કે ગતિરહિત થવા માટે ? તમે રોજ દેરાસરમાં ‘ચિહ્રગતિ - ભ્રમણ નિવારવાની વાત કરો ને ? ચાર ગતિને ટાળવા માટે ચાર પાંખડાંનો સાથિયો પણ કરો ને ? પરંતુ હૈયાના ખૂણામાં પણ પાંચમી ગતિની ઇચ્છા હોય ખરી ? ઇચ્છા તો દેવલોકની જ છે. ને ? ગુણ મળે કે ન મળે, સુખ તો મળવું જ જોઈએ; કર્મ જાય કે ન જાય, દુ:ખ તો જવું જ જોઇએ : આવો અધ્યવસાય હોવાથી દેવલોકની ઇચ્છા થાય છે. સુખ મળતું હોય તો ધર્મરહિત ગતિ ચાલે કે ગુણસહિતની તિર્યંચગતિ ચાલે ? આમ બોલીએ ખરા કે - “ગિનધર્મવિનિર્મો માં મુવં પદ્મવેત્ત્વ- જિનેશ્વરભગવંતના ધર્મથી રહિત એવું ચક્રવર્તીપણું પણ મારે જોઈતું નથી', પરંતુ જો થોડું માનસન્માન કે સત્તા મળતી હોય તો ભગવાનના ધર્મને મૂકી દેવા, તેમાં બાંધછોડ કરવા તૈયાર થઈ જઈએ ને ? આ સંસારમાં દુ:ખ કહો કે દુર્ગતિ કહો : એ બધું સંસારના સુખની ઇચ્છામાં સમાયેલું છે. દુનિયાનું સુખ જેને જોઈતું ન હોય તેને કોઈ દુ:ખ નથી. દુનિયાના સુખની અપેક્ષા જાગે એટલે દુ:ખનું મૂળિયું ઊભું થવાનું. સંસારના સુખની જરૂર શરીરને છે અને શરીર કર્મના કારણે વળગ્યું છે. એક વાર આત્માનું અસ્તિત્વ સ્વીકારી લઈએ તો કર્મથી-શરીરથી છૂટવાનો પુરુષાર્થ થયા વિના ન રહે. આજે આત્મા વીસરાઈ ગયો છે તેથી સુખની પાછળ ભટકવાનું શરૂ કર્યું છે. સુખની પાછળ ભટકવાથી દુર્ગતિ ઊભી કરવાનું બને છે. સાધુ થવા માટે જેવો પુરુષાર્થ કર્યો એવો જ પુરુષાર્થ સાધુ થયા પછી ચાલુ રાખે તો કોઈ સાધુ દુર્ગતિમાં ન જાય. આ ચોથું અધ્યયન, વીસરાઈ ગયેલા આત્માને યાદ કરાવવા માટે છે. આપણે અહીં (સાધુપણામાં) આવ્યા છીએ તે શરીરને વીસરવા માટે, શરીરને છૂટું પાડવા માટે આવ્યા છીએ. સોનાને વિશુદ્ધ બનાવવા માટે અગ્નિનો તાપ આપવો પડે તેમ આત્માને કર્મથી રહિત - શુદ્ધ બનાવવા માટે સાધુપણાનાં કષ્ટો વેઠવાં જ પડે.
(૨૩)
Page #14
--------------------------------------------------------------------------
________________
સ૦ સુખનો ભંડાર એવો આત્મા છે તો તે દુ:ખ શા માટે વેઠે ? આત્મા એ સુખનો ભંડાર છે એ વાત સાચી, પણ તે કયો આત્મા ? શુદ્ધ કે અશુદ્ધ ? કર્મરહિત આત્મા સુખનો ભંડાર છે, કર્મયુક્ત આત્મા તો દુ:ખી રહેવાનો જ. જે સિદ્ધના આત્માનું સ્વરૂપ છે તે અત્યારે આપણું માની બેસીએ – એ ચાલે ? આ તો ઘરે ચામાં નાંખવા માટે સાકર ન હોય અને અમેરિકાના અર્થતંત્રની વાતો કરે - એના જેવી દશા છે ને ? કર્મ જ્યાં સુધી છે ત્યાં સુધી સુખ ક્યાંથી મળે ? ગુણરહિત બનીને સુખ ખંખેરવાની વૃત્તિ કાઢી નાંખો. કર્મરહિત બનવા માટે સંસારના સુખની લાલચ છોડવાનો પ્રયત્ન કરવાની જરૂર છે.
સ૦ આત્મામાં સુખની યોગ્યતા તો પડી જ છે ને ?
તેથી જ તો આટલો પુરુષાર્થ ચાલુ છે. પણ એનો અર્થ એ નથી કે અત્યારથી સુખ ભોગવવા માંડયું. સુખ ભોગવવાની યોગ્યતા તો કર્મ ગયા પછી પ્રગટશે. ત્યાં સુધી તો દુ:ખ ભોગવવું જ પડશે. યોગ્યતા વિકસાવવી હોય તો પહેલાં પોતાની જાતને અયોગ્ય માનવા માંડો. જ્યાં સુધી કર્મો પડ્યાં છે ત્યાં સુધી આપણે સુખ ભોગવવા માટે અયોગ્ય છીએ. સાધુપણું કર્મોની નિર્જરા કરવા માટે છે, સુખ ભોગવવા માટે નિહ. એક વાર આચાર્યભગવંતે કહ્યું હતું કે - આજે તો સાધુસાધ્વી દીક્ષા લીધી એટલે સિદ્ધાવસ્થા આવી ગઈ - એમ સમજીને જીવવા લાગ્યાં છે ! દીક્ષા લીધી એટલે કામ પૂરું નથી થતું, શરૂ થાય છે. નોકરી મળે એટલે કામ પૂરું થયું કે શરૂ થાય છે ? સાધનાની શરૂઆતમાં જ સાધનાનો વિરામ આવ્યો હોય - એ રીતે વર્તે : એ ચાલે ? આ ચોથું અધ્યયન સાધુસાધ્વીને માટે અત્યંત મહત્ત્વનું છે. આજે શ્રાવકોને કાંઈ ન કહીએ, પણ સાધુસાધ્વીને કહ્યા વિના ચાલે એવું નથી. કારણ કે સાધુસાધ્વીજી તો સમસ્ત સંસારનો ત્યાગ કરી સાધના કરવા માટે નીકળેલાં છે.
સ૦ અમે આપને ગુરુ બનાવ્યા હોય તો અમને કહો ને ?
તમે અમને ગુરુ બનાવો ત્યારે કહીશું, પણ તમે ગુરુને બનાવ્યા કરો તો કોઈ ગુરુ તમારી ખબર નહિ લે. સાધનાની પૂર્વતૈયારી ગૃહસ્થપણામાં થાય, પરંતુ સાધનાની શરૂઆત તો સાધુપણામાં જ થશે. તેથી જે કાંઈ પ્રયત્ન કરો તે સાધુ થવા માટે કરો.
(૪)
નિક્ષેપટ્ટાર પછી પ્રરૂપણાાર જણાવ્યું છે. તેમાં જીવો કેટલા પ્રકારના છે, કેવા છે અને ક્યાં રહેલા છે તે જણાવ્યું છે. સૂક્ષ્મ તથા બાદર : એમ બે પ્રકારના જીવો છે. સૂક્ષ્મનામકર્મના ઉદયના કારણે જે જીવો છેદન-ભેદનાદિ કોઈ વ્યવહારમાં આવતા નથી તેમને સૂક્ષ્મ કહેવાય છે, જ્યારે બાદર જીવો તો
બાદરનામકર્મના ઉદયના યોગે છેદનાદિ દરેક પ્રકારના વ્યવહારને યોગ્ય હોય છે. આ સૂક્ષ્મ કે બાદર જીવો ચૌદ રાજલોકમાં છે, લોકની બહાર અલોકમાં કોઈ જીવતત્ત્વનું અસ્તિત્વ નથી. સૂક્ષ્મ અને બાદર : આ બન્નેના પર્યાય અને અપર્યામ એમ બે પ્રકાર છે. સૂક્ષ્મજીવો ચૌદે ય રાજલોકમાં ઠાંસી-ઠાંસીને રહેલા છે. બાદર જીવો સમસ્ત લોકમાં નથી, કોઈ સ્થાને સૂક્ષ્મજીવો હોવા છતાં બાદર જીવો હોતા નથી. આ રીતે અનંતાનંત જીવોથી ભરેલા આ સંસારમાં એકમાત્ર ભગવાનની આજ્ઞા ન માનવાના કારણે એ જીવોને આપણે દુ:ખ આપવાનું કામ કરીએ છીએ. આપણે અશુદ્ધ હોવાથી બીજાને દુ:ખી કરીએ છીએ, એક વાર આપણે શુદ્ધ બની જઈએ તો આપણા તરફથી તે જીવોને દુઃખ આપવાનું ન બને. આ સંસારમાં બીજાને દુઃખ આપ્યા વગર જિવાય એવું નથી - માટે આ સંસારનો ત્યાગ કરવાનું ભગવાને કહ્યું છે. આપણા મનવચનકાયાના યોગે બીજાને દુ:ખ આપવું ન પડે તે માટે દુ:ખ વેઠી લેવા અને સુખ છોડવા તૈયાર થઈ જવું છે. આ સંસારમાં એક વસ્તુ એવી નથી કે જે આપણે ભોગવી ન હોય અને એક પણ વસ્તુ એવી નવી નથી આવવાની કે જે ભોગવી ન હોય. જે સુખ બીજાને દુઃખ આપ્યા વિના ભોગવાતું નથી અને જે સુખ અનંતીવાર ભોગવ્યું છે – એવા સુખ માટે આ સંસારમાં રહેવાનું કામ શું છે ? દુઃખ ટાળવાનો ઉપાય ડોક્ટરો બતાવે પણ દુ:ખ વેઠવાનો ઉપાય તો ગુરુ જ બતાવે. ઓઘજીવનું સ્વરૂપ આ જ આશયથી બતાવ્યું છે, કે જેથી ‘અનાદિકાળથી આ સંસારમાં રહેલા આપણે દરેક પ્રકારના ભોગો અનેક વાર ભોગવ્યા છે' - એવું સમજાય તો ભોગોની ઇચ્છા નાશ પામે. વિ.સં. ૨૦૨૫ ની સાલમાં આચાર્યભગવંત (પ.પૂ.આ.ભ.શ્રી.વિ. રામચંદ્રસૂ.મ.) શ્રી અનુયોગદ્ગારસૂત્ર ઉપર વાચના આપતા હતા. તે વખતે અમે તો નાના હતા, તેથી સૌથી છેલ્લે બારી પાસે બેસતા. મોટાઓને લગભગ દરેક રીતે વેઠવાનું આવે, દ્રવ્યથી પણ ગરમી વેઠવી પડે અને ભાવથી પણ ગરમી વેઠવી પડે. તે વખતે વાચનામાં દ્રવ્યાનુયોગના પદાર્થો આવે ત્યારે અમે મશ્કરી કરતા, કારણ કે એમાં રસ પડતો ન હતો. દ્રવ્ય,
(૨૫)
Page #15
--------------------------------------------------------------------------
________________
ક્ષેત્ર, કાળ, પલ્યોપમ, સાગરોપમ.. આ બધાનું વર્ણન આવે ત્યારે અમે ઉપેક્ષાભાવે માથું ધુણાવીને ‘હા હા’ કરીએ. એ જોઈને એક વાર સાહેબે પુસ્તક નીચે મૂકીને બોલવાની શરૂઆત કરી કે - ‘આમાં શું કહ્યું તે સમજાયું ? આ પલ્યોપમ ને સાગરોપમ ગણતરી કરવા માટે નથી, આ પલ્યોપમનાં ને સાગરોપમનાં આયુષ્ય પૂરાં કરવાં પડે છે. તે પણ સુખમાં જ નહિ, દુ:ખમાં ય પૂરા કરવાં પડે છે. વર્તમાનમાં બે ઘડીનું દુ:ખ પણ અકળાવી મૂકે છે તો સાગરોપમોનાં દુ:ખ કઈ રીતે પૂરાં થાય ? નરકનાં દુ:ખો નજર સામે આવે અને તેથી પાપ કરાવનાર સુખની લાલચ ઉપર કાપ મુકાય તે માટે આ બધું ભણવાનું છે. કાળની ગણતરી તો બે મિનિટમાં પૂરી થઈ જાય, પણ એટલો કાળ પૂરો કરતાં દમ નીકળી જાય એવું છે... આ રીતે આચાર્યભગવંત દ્રવ્યાનુયોગમાંથી ચરણકરણાનુયોગમાં લઈ જવાનું કામ કરતા. ત્યાર પછી અમે ગંભીરતાથી ભણવાનું શરૂ કર્યું.
પ્રરૂપણાદ્વાર પછી લક્ષણદ્વારા જણાવ્યું છે. તમે સાધુસાધ્વી પાસે જાઓ તો માત્ર મળવા કે શાતા પૂછવા જાઓ ? કે ભણવા માટે ? નવતત્ત્વમાંનું પહેલું જીવતત્ત્વ સમજ્યા વગર, સ્વીકાર્યા વગર ધર્મ કર્યે રાખો તો શું ભલીવાર આવે ? આસ્તિકતા લાવ્યા વિના નિસ્તાર થવાનો નથી. આથી જ આપણે આત્માનું લક્ષણ વિચારવું છે. જેના કારણે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ અર્થાત્ પરોક્ષ એવા પદાર્થનું જ્ઞાન થાય તેને લક્ષણ કહેવાય. અપ્રત્યક્ષ એવી પણ વસ્તુનું અસ્તિત્વ લક્ષણના કારણે જાણી શકાય છે. રોગનાં લક્ષણના કારણે રોગનું જ્ઞાન થાય છે ને ? આત્મા દેખાતો નથી એવી દલીલ કરનારાએ રોગ દેખાતો નથી એવી દલીલ ક્યારેય કરી ખરી ? ડોકટર કહે કે ‘ડાયાબિટીસ થયો છે', તો કહેતા નથી કે - ‘દેખાતો નથી, માટે નહિ માનું.' અને આત્માની વાત કરીએ તો કહે કે ‘દેખાતો નથી, માટે નહિ માનું.'
સવ રોગનું વેદન થાય છે.
તો આત્માનું પણ વેદના થાય છે. રોગનું વેદન જ આત્માના અસ્તિત્વને પુરવાર કરે છે. આત્મા જ ન હોય તો શરીરના રોગનું વેદન કોણ કરવાનું હતું ? ‘આત્મા નથી’ એવું બોલનાર જ આત્માના અસ્તિત્વમાં પ્રમાણ છે. કારણ કે આત્મા ન હોય તો એકલું શરીર બોલવા, ચાલવા વગેરેની કોઈ ક્રિયા કરવા માટે
સમર્થ ન બને. અહીં આત્માના અસ્તિત્વને જણાવવા માટે વીસ લક્ષણ બતાવ્યાં છે : (૧) આદાન, (૨) પરિભોગ, (૩) યોગ, (૪) ઉપયોગ, (૫) કષાય, (૬) લેશ્યા, (૭) આણપાણ (શ્વાસોશ્વાસ), (૮) ઇન્દ્રિય, (૯) બંધ, (૧૦) ઉદય, (૧૧) નિર્જરા, (૧૨) ચિત્ત, (૧૩) ચેતના, (૧૪) સંજ્ઞા, (૧૫) વિજ્ઞાન, (૧૬) ધારણા, (૧૭) બુદ્ધિ, (૧૮) ઇહા, (૧૯) મતિ, (૨૦) વિતર્ક. આપણે આત્માને માનતા નથી માટે આટલાં લક્ષણો બતાવ્યાં છે. બાકી આટલાં લક્ષણ બતાવવાની જરૂર નથી. એકાદ લક્ષણથી પણ આત્માની પ્રતીતિ થઈ જાય તો બીજું બતાવવાની જરૂર નથી. છતાં ય ગમે તે ભોગે આપણે આત્માને માનતા થઈએ તેના માટેનો આ પ્રયાસ છે. આત્માને માનીએ તો દુ:ખી દુ:ખી થઈ જઈએ કે મુક્ત બનીએ ? આત્માને માનીશું તો આપણું સુખ જતું રહેશે અને આપણે દુ:ખી થઈ જઈશું : એવું ઊંડે ઊંડે આપણા મનમાં પડ્યું છે. પરંતુ અસલમાં તો, આત્માને માનતા થઈએ તો શરીરનું કે મનનું દુ:ખ દુ:ખરૂપ ન લાગે. રોગીઓ પણ છેલ્લે શાંતિ પામે છે તે આત્માને માનવાના કારણે પામે છે. આત્માને માનવાથી તો દુ:ખ ઓછું થાય કે - “આ રોગો મારા શરીરને પીડા પહોંચાડે છે, આત્માને નહિ.’ ‘શરીર રોગોનું ઘર છે, આત્મા નહિ.' : આ પરિણામ જ સમાધિ આપે છે. શ્રી યોગવિંશિકામાં પણ વિનજય નામના આશયનું વર્ણન કરતાં જ્વર વગેરે અત્યંતર કે શીતતાપાદિ આગંતુક વિદનના જય માટે એવો વિચાર કરવાનું જણાવ્યું કે - ‘આ પરિષહ-ઉપસર્ગો મારા શરીરને જ બાધા કરે છે, બાકી મારા આત્મસ્વરૂપના બાધક નથી.' આત્માને શરીરથી જુદો માની લઈએ તો શરીરનું દુ:ખ દુ:ખ ન લાગે. આજે આપણે શરીરના સુખ ખાતર અને શરીરનું દુ:ખ ટાળવા ખાતર આત્માને દુ:ખી બનાવવાનું શરૂ કર્યું છે. એના બદલે આત્માએ શરીરથી, આગળ વધીને શરીરના રાગથી બાંધેલાં પાપકર્મોના ઉદયથી આવેલાં દુ:ખોને શરીરથી ભોગવી લઈએ, આપણી જ ભૂલનું ફળ સમજીને સહન કરી લઈએ તો આત્મા સુખી બન્યા વિના, કર્મમુક્ત બન્યા વિના ન રહે. આપણને અશાતા, અપયશનામકર્મ, દુર્ભાગ્યનામકર્મ, લાભાંતરાયકર્મ વગેરે પાપકર્મોનો ઉદય ગમતો નથી, તેથી એ ઉદયને ટાળવા જતાં ઉપરથી નવાં કર્મો બાંધી બેસીએ છીએ. અશાતા ટાળવા જતાં બીજાને દુ:ખ આપવાથી નવી અશાતા બંધાય. અપયશતિરસ્કાર ખમાય નહિ - એટલે એનો ખુલાસો કરવા જતાં બીજાને અપયશ
(૨૭)
Page #16
--------------------------------------------------------------------------
________________
આપવાથી ફરી નવું અપયશનામકર્મ બંધાય. ખુલાસો કરવાથી કદાચ અપયશ ટળે ને યશ મળે એવું બને પણ બીજાને ખરાબ ચીતરવાથી નવો અપયશ બંધાય છે. - એ તરફ નજર નથી ને ? એના બદલે શાંતિથી આપણાં કર્યો આપણે ભોગવીને પૂરાં કરી દેવાં છે. જે અશાતા ચૌદમા ગુણઠાણા સુધી ઉદયમાં રહે છે તેનો ઉદય ટાળવા રાતદિવસ મહેનત ચાલુ છે અને જે મોહનીય પહેલે, ચોથે, પાંચમે ગુણઠાણે ઉદયમાંથી ટળે એવું છે તેની તરફ નજર પણ માંડવી નથી : આ તે કેવી વિષમતા ?! આત્માનું સ્વરૂપ મોહનીયકર્મના કારણે વિકૃત થયું છે, એવું સમજાયું નથી અથવા સમજવા છતાં યાદ નથી રહ્યું - એમ માનવું પડે ને ? રોગ કોઈક દિવસ થાય છે, છતાં રોગ ન થાય - તેનું ધ્યાન રાતદિવસ હોય છે, જ્યારે કષાયો ચોવીસ કલાક સાથે હોવા છતાં તેનું ભાન ક્યારે હોય ? ‘આત્માને માનીએ છીએ’ - એમ બોલવાનું સહેલું છે, પણ તે વાસ્તવિક રીતે સ્વીકારવાનું સહેલું નથી.
આપણી પાસે સત્ત્વ ગમે તેટલું હોય તોપણ આસક્તિ આગળ એ સર્વ સાવ નકામું બની જાય છે. આસક્તિ મંદ થયા વિના સર્વ કામ નહિ લાગે. આત્માની અનુભૂતિ થયા પછી પણ આ શરીરની મમતા આત્માના અસ્તિત્વને
સ્વીકારવા દેતી નથી. શરીરની મમતા, આગળ ગયેલાને પણ પાછા પાડે છે. સાધુભગવંતો પણ જે સાધુપણાથી ભ્રષ્ટ થતા હોય કે સાધુપણામાં શિથિલ બનતા હોય તો તે આ શરીરની મમતાના કારણે. ચારિત્રધર પણ મિથ્યાત્વે પહોંચતા હોય કે સમર્થજ્ઞાની ભગવંતો અજ્ઞાનમૂલક પ્રવૃત્તિ કરતા હોય તો તે પ્રભાવ આ શરીરના મમત્વનો છે. જેટલા જેટલા માર્ગગામી પણ માર્ગ ભૂલ્યા તે અજ્ઞાનના કારણે નહિ, શરીરની મમતાના કારણે થાપ ખાઈ ગયા. આત્માને માન્યા પછી શરીરની મમતા ઉતારવી પડે. આસ્તિકતાની જરૂર શરીરની મમતા ઉતારવા માટે જ છે. શરીર સારું હોય તો ધર્મ સારો થાય - એવું નથી, શરીરનું મમત્વ ઊતરે તો ધર્મ સારો થાય. શ્રી ધર્મબિંદુમાં જણાવ્યું છે કે શ્રાવકે શરીરની દરકાર કરવી જોઈએ - તેનું કારણ તો એ છે કે શાસ્ત્રકારો જાણે છે કે – ‘અર્થ-કામ માટે ગૃહસ્થો શરીરને ગણકારતા નથી.' શ્રાવકને હજુ દીક્ષા લેવાની બાકી છે તેથી તેને શરીરની દરકાર કરવાનું જણાવ્યું છે. બાકી સાધના કરતી વખતે તો શરીરનો કસ કાઢી નાંખવાનો છે. લોકો અર્થકામ માટે શરીરને ગણકારતા નથી, જ્યારે આપણી દશા એ છે કે આપણે શરીર માટે ધર્મમોક્ષને ગણકારતા નથી. શરીરની
(૨૮) =
પલોજણમાં જ સમય પૂરો થાય તો સાધના કરે ક્યારે ? આપણે તો એ વિચારવું છે કે અર્થકામ માટે જો શરીરની પરવા કર્યા વિના જિવાતું હોય તો ધર્મમોક્ષની સાધના શરીરને ગણકાર્યા વિના કેમ ન થાય ? આજે તમે ઘરમાં રહ્યા છો અને સાધુપણામાં આવી નથી શકતા તે શરીરના મમત્વના કારણે જ ને ? શરીરનું મમત્વ જે અર્થકામમાં આડું ન આવે તો ધર્મમોક્ષમાં શા માટે આડું આવે ? અત્યારે ગૃહસ્થપણામાં તમે જેટલો પુરુષાર્થ કરો છો તેનાથી વધારે કયો પુરુષાર્થ સાધુપણામાં કરવાનો છે ? અને ગૃહસ્થપણામાં જેટલું દુ:ખ વેઠો છો તેનાથી વધુ કયું દુ:ખ સાધુપણામાં વેઠવું પડે છે ? : આ બે પ્રશ્નોનો જવાબ જો પ્રામાણિકપણે આપો તો આજે સાધુ થવા તૈયાર થવું પડે. અશક્તિ છે માટે સંસારમાં બેઠા છો કે આસક્તિ છે માટે બેઠા છો ? ધર્મ કરવા માટે બુદ્ધિની કે શક્તિની જરૂર નથી, વૈરાગ્યની જરૂર છે. ભગવાનની વાત માનવા માટે બુદ્ધિની જરૂર નથી, રાગ મારવાની જરૂર છે. એક વાર આસક્તિ મરે તો ભગવાનના પ્રત્યેક વચન મગજમાં બેસે એવાં અને હૈયામાં ઊતરે એવાં છે. જગતને સમજાવવાનું કામ સહેલું છે, જ્યારે જાતને સમજાવવાનું કામ કપરું છે. ‘મન કામ નથી કરતું માટે દીક્ષા નથી લેતા.' એમ કહેતા હો તો બરાબર છે. બાકી ‘શરીર કામ નથી આપતું માટે દીક્ષા નથી લેતા.’ - એમ કહો તો તે સાચું માની શકાય એવું નથી. શરીર કામ ન આપતું હોય તો અણસણ કરીને પણ આરાધના કરી શકાય છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કથા આવે છે. એક સાધુભગવંતને વિહાર કરતાં જંગલના રસ્તે કાંટો વાગ્યો. પગ મૂકી શકાય એમ ન હતું. આચાર્યભગવંત ‘શું કરવું એની ચિંતા કરે એ પહેલાં પેલા સાધુ મહાત્માએ કહ્યું કે હું અહીં અણસણ કરી લઈશ, આપ નિશ્ચિતપણે પધારો.” આપણે અહીં સુધી પહોંચવું છે. આપણે ધર્મ કરીએ છીએ ખરા, પણ આસક્તિને આંચ ન આવે એ રીતે કરીએ છીએ ને ? ‘દુ:ખ આવવું ન જોઈએ અને સુખ બાકી રહેવું ન જોઈએ.' - આ મુદ્રાલેખના કારણે આપણે ધર્મ કરી શકતા નથી અને કદાચ કરીએ તોપણ આજ્ઞા મુજબનો ધર્મ થતો નથી.
આત્માનું સ્વરૂપ સમજવા માટે આપણે લક્ષણદ્વાર શરૂ કર્યું છે. સામાન્યથી અનુમાનપ્રમાણથી વસ્તુની સિદ્ધિ કરવી હોય ત્યારે લક્ષણની જરૂર પડે. જે વસ્તુ પ્રત્યક્ષપણે જણાતી ન હોય તેનાથી સંબંધિત એવી બીજી પ્રત્યક્ષભૂત વસ્તુના
(૨૯)
Page #17
--------------------------------------------------------------------------
________________
આધારે તે અપ્રત્યક્ષ વસ્તુનું જ્ઞાન કરવું તેને અનુમાન પ્રમાણ કહેવાય છે. લક્ષણના કારણે પ્રત્યક્ષભૂત વસ્તુનું પણ જ્ઞાન થાય છે અને પરોક્ષભૂત વસ્તુનું પણ જ્ઞાન થાય છે. અગ્નિનાં બે લક્ષણ છે : ઉષ્ણતાસ્વરૂપ લક્ષણના કારણે પ્રત્યક્ષભૂત અગ્નિનું જ્ઞાન થાય છે જ્યારે ધુમાડાના કારણે પરોક્ષ એવા પણ અગ્નિનું જ્ઞાન થાય છે. ઉષ્ણતા એ અગ્નિનું અવ્યભિચારી લક્ષણ છે. કારણ કે અગ્નિ હોય ત્યાં ઉષ્ણતા હોય જ. જ્યારે અગ્નિ હોય ત્યારે ધુમાડો હોય કે ન પણ હોય, તેથી ધુમાડો એ અગ્નિનું વ્યભિચારી લક્ષણ છે. અનુમાન પ્રમાણમાં પાંચ વાક્યનો પ્રયોગ કરાય છે, જેને ન્યાયદર્શનની પરિભાષામાં પંચાયવવાક્ય કહેવાય છે. જ્યારે પર્વતમાં ધુમાડાના કારણે અગ્નિનું જ્ઞાન કરવું હોય ત્યારે આ પ્રમાણે પાંચ વાક્યનો પ્રયોગ કરાય છે : ‘પર્વત અગ્નિવાળો છે' અથવા ‘પર્વત ઉપર અગ્નિ બળે છે.' - આ પહેલું (૧) પ્રતિજ્ઞાવાક્ય છે. ત્યાર બાદ અગ્નિનું જ્ઞાન શેના આધારે કર્યું તે જણાવનાર ‘ધુમાડાના કારણે, આ બીજું (૨) હેતુવાક્ય છે. ‘ધુમાડો જ્યાં જ્યાં હોય ત્યાં અગ્નિ હોય જ.' - આવા પ્રકારના નિયમનને જણાવવા માટે રસોડા વગેરેને ઉદાહરણ તરીકે જણાવવા એ ત્રીજું (૩) ઉદાહરણવાક્ય છે. 'રસોડામાં જેમ અગ્નિની સાથે ધુમાડો છે તેવો જ ધુમાડો પર્વત ઉપર છે.' આ રીતે રસોડાના ઉદાહરણને પર્વત સાથે ઘટાડવું – તેને ચોથું (૪) ઉપનયવાક્ય કહેવાય છે. અને અંતે ઉપનય ઘટવાના કારણે નિર્ણય પર આવવું કે ‘પર્વત ઉપર અગ્નિ છે' - તે પાંચમું (૫) નિગમનવાક્ય છે. આ રીતે અનુમાનપ્રમાણથી કોઈ પણ પદાર્થની સિદ્ધિ કરવી હોય તો આ પાંચ વાક્યનો પ્રયોગ કરાતો હોય છે. આથી અહીં ચોથા અધ્યયનની નિયુક્તિમાં ભાષ્યની ગાથા દ્વારા આદાનાદિ લક્ષણ દ્વારા આત્માની સિદ્ધિ કઈ રીતે થાય છે - તે પ્રયોગ દ્વારા જણાવ્યું છે. આપણે સામાન્યથી એનો પણ વિચાર કરી લઈએ.
(૧) આદાન : અહીં પહેલું લક્ષણ ‘આદાન’ જણાવ્યું છે. આદાન એટલે ગ્રહણ કરવાનું - પકડવાનું સાધન અથવા પકડવાની ક્રિયા, આય એટલે પકડવાયોગ્ય - ગ્રહણ કરવા યોગ્ય અને આદાતા એટલે ગ્રહણ કરનાર-પકડનાર. અગ્નિમાં તપાવેલા લોઢાને પકડવા માટે સાણસાની જરૂર પડે. તેથી સાણસો એ આદાન છે અને તપાવેલ લોપિંડ એ આદેય છે. આ આદાન અને આદેયને પ્રવર્તાવનાર લોહકાર-લુહાર એ આદાતા છે. લુહાર કર્તા છે, લોઢાનો ગોળો એ
હB૦) =
કર્મ છે અને સાણસો એ કરણ છે. કર્મ અને કરણની ક્રિયા કર્તાની ક્રિયાને આભારી છે. લુહાર જો પકડવાની ક્રિયા ન કરે તો સાણસાથી લોઢું ન પકડાય ને ? આદેય અને આદાનથી અતિરિક્ત એવો આદાતા હોય તો જ આદાન-આદેયનો વ્યવહાર થાય. સાધક વિના સાધ્યસાધનભાવ ન ઘટે તેમ આદાતા (ગ્રાહક) વિના આદાનઆદેયભાવ ન ઘટે. સાણસો જેમ લોઢાને ગ્રહણ કરે છે તેમ આ શરીર-ઇન્દ્રિયો રૂપાદિ વિષયને ગ્રહણ કરે છે. વિષયો આદેય છે, ઇન્દ્રિયો આદાન છે. સાણસાથી લોઢાને ગ્રહણ કરનાર જેમ લુહાર છે તેમ ઇન્દ્રિયોથી વિષયોને ગ્રહણ કરનાર કોઈ હોવો જોઈએ ને ? તે જ આત્મા છે. વિષયોનું ગ્રાહક શરીર નથી, મડદુ કોઈ વસ્તુને ગ્રહણ કરે છે ? નહિ ને ? તેથી નક્કી છે કે આત્મા જ શરીરઇન્દ્રિય દ્વારા વિષયોને ગ્રહણ કરે છે. આ રીતે આદાનક્રિયા દ્વારા આત્માની સિદ્ધિ થાય છે તેથી ‘આદાન” એ આત્માનું લક્ષણ છે. ઘટાદિ પદાર્થોનો વ્યવહાર જેમ કુંભારાદિ કરે છે તેમ આ ચૌદ રાજલોકમાં ઔદારિકાદિ વર્ગણા સ્વરૂપ જે અચેતન પદાર્થો પડ્યા છે તેને પ્રવર્તાવવાનું કામ જે કરે છે તે આત્મા છે. ધર્મ પણ આત્મા કરે છે, અધર્મ પણ આત્મા કરે છે. કર્મને આધીન આત્મા અધર્મ કરે, કર્મને આધીન ન થાય તે ધર્મ કરે.
સવ શરીરનું સંચાલન કરનાર મગજ છે. અને મગજનું સંચાલન કરનાર આત્મા છે. સ0 મગજ સ્વયં સંચાલિત થાય ને ?
તો મડદાનું મગજ સંચાલિત કેમ નથી થતું ? શરીર ચેતન નથી, આત્મા ચેતન છે. આત્માના કારણે જ શરીરમાં ચૈતન્ય દેખાય છે. જેમ ઘડામાં પાણી હોય છે, ઘડો એ પાણી નથી; પાણીના કારણે ઘડો ભીનો થાય અને પાણીની શીતલતા ઘડામાં વર્તાય તેની જેમ આત્માના કારણે શરીરમાં ચૈતન્ય જણાય છે.
(૨) પરિભોગ : આદાન ક્રિયાની જેમ પરિભોગક્રિયાના કારણે પણ આત્માની સિદ્ધિ થાય છે. આપણે આત્માની સિદ્ધિ માટે લક્ષણદ્વાર શરૂ કર્યું છે. આ વિષય અઘરો લાગે છે ? ઊંઘ આવે એવો આ વિષય છે કે ઊંઘ ઊડી જાય એવો ? બપોરનો સમય હોય અને સરસ આહાર કર્યો હોય તો ઝોકાં આવે ને ? આથી
(૩૧)
Page #18
--------------------------------------------------------------------------
________________
જ અમારે આયંબિલ કરીને જોગમાં આ સૂત્ર ભણાવાય છે. તપ અને ક્રિયાનું કષ્ટ વેર્યું હોય પછી આ સૂત્રો આદરપૂર્વક ભણી શકાય. આ તો તમને વગર કરે સાંભળવા મળ્યું છે તેથી તેની કદર ન હોવાથી ઊંઘ આવે છે. બાકી આ વિષય તો ઊંઘ ઉડાડી દે એવો છે. આત્માનું - આપણું પોતાનું અસ્તિત્વ સિદ્ધ થતું હોય તો તે સાંભળવા માટે જાગતા રહેવું જોઈએ ને ? અહીં પરિભોગદ્વારમાં જણાવે છે કે જે ભોગ્ય હોય તેનો ભોક્તા હોય જ. ભાતની થાળી પીરસી હોય તો તેને ખાનારો કોઈકને કોઈક તો હોય જ ને ? જેટલી ખાવાની ચીજ છે તે બધી ભોગ્ય છે, તેનો ભોક્તા કોઈક હોય છે. તે રીતે આ શરીર પણ ભોગ્ય છે તો તેનો ભોક્તા પણ હોવો જોઈએ, તે આત્મા છે. શરીરને ભોક્તા માની શકાય એવું નથી. પથારીથી માંડીને વસ્ત્ર વગેરે જેટલી પણ ચીજ વપરાશમાં આવે છે તે બધી જ ભોગ્ય છે. તેનો ભોક્તા આત્મા છે. જો શરીરને ભોક્તા માનીએ તો મડદાને પણ ભોગવટો માનવો પડે. મડદું તો ભોગ કે ઉપભોગનો કોઈ વ્યવહાર કરતું નથી.
સવ શરીર આત્મા માટે ભોગ્ય હોય પણ બીજી વસ્તુનો તો ભોક્તા શરીરને માની શકાય ને ?
ના. આહારાદિ ભોગવટાની ક્રિયા વખતે પણ શરીર ભોક્તા નથી. મડદું આહાર કરે ? નહિ ને ? તેથી નક્કી છે કે ખાવાની ક્રિયા પણ શરીર દ્વારા આત્મા જ કરે છે. ગાડી ચાલે છે કે ચલાવનાર ગાડીને ચલાવે છે ? ગાડીની ચાલવાની ક્રિયા પણ ચલાવનારની પ્રેરણાને આભારી છે. તે રીતે ખાવા-પીવા કે પહેરવાઓઢવા વગેરેનો વ્યવહાર શરીર દ્વારા આત્મા જ કરે છે. માટે આત્મા જ ખાય છે અને આત્મા જ ભોગવે છે. આત્મા ભોક્તા છે અને શરીર ભોગ્ય છે. શરીર જો ભોગ્ય હોય તો ધ્યાન ભોક્તાનું રાખવાનું કે ભોગ્યનું ? પહેલાં ખાવાનું સાચવવાનું કે ખાનારને સાચવવાનો ? ખાનારને ને ? ખાનાર હશે તો ખાવાનું સાચવેલું કામ લાગશે. તેમ શરીરને સાચવવા પહેલાં આત્માને સાચવવાની જરૂર છે. આજે અમારાં સાધુસાધ્વીને પણ મૂરખ કહેવા પડે એવું છે. કારણ કે આત્માનું મહત્ત્વ સમજીને આત્માની સારવાર કરવા માટે સાધુપણામાં આવ્યા પછી પણ શરીર પાછળ જ દોડાદોડ કરે છે. આ મહાપુરુષોએ આત્માના અસ્તિત્વને જણાવવા માટે, મનાવવા માટે આટલા બધા પ્રયાસ કર્યા છે, આમ છતાં આપણે આત્માને ગૌણ બનાવી, શરીરને પ્રાધાન્ય આપીએ તો આપણા જેવું મૂરખ બીજું કોણ કહેવાય ?
(૩૨) =
(૩) યોગ : યોગ એટલે પ્રવૃત્તિનું અથવા જ્ઞાનનું સાધન. અહીં મન, વચન, કાયા સ્વરૂપ કરણને યોગસ્વરૂપ જણાવ્યા છે અથવા તો મન અને સ્પર્શનેન્દ્રિયાદિ પાંચ ઇન્દ્રિયો સ્વરૂપ કરણને યોગ તરીકે જાણવા. વિષયોને ગ્રહણ કરવાનું સાધન ઇન્દ્રિયો છે જ્યારે જ્ઞાનને તથા સુખાદિને ગ્રહણ કરવાનું સાધન મન છે. મનવચનકાયા સ્વરૂપ યોગ અથવા તો પાંચ ઇન્દ્રિયો અને મનસ્વરૂપ કરણ વડે જે કાંઈ પ્રવૃત્તિ થાય છે, તેનો પ્રયોજક-કર્તા કોઈને કોઈ હોવો જોઈએ, એ કર્તા આત્મા છે. જેમ લાકડાં કાપવા માટેનું સાધન કુહાડો છે, પણ તે છેદનક્રિયા સુથાર વગર થતી નથી. કુહાડાસ્વરૂપ સાધનનો પ્રયોક્તા જેમ અન્ય છે તેમ મન વગેરે યોગનો પ્રયોક્તા જે છે તે જ આત્મા છે. સુથાર વિના કુહાડાથી છેદન થતું નથી તેમ આત્મા વિના મન કે ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થતું નથી. આ રીતે યોગના કારણે આત્માની સિદ્ધિ થાય છે. આ રીતે ત્રણ લક્ષણ જોઈ લીધાં. હવે ચોથું લક્ષણ કર્યું છે - એ યાદ છે ને ? આ બધું તમારે યાદ નથી રાખવાનું, અમારે જ યાદ રાખવાનું ને ? તમને દુકાનમાં માલના ભાવ એક વારમાં યાદ રહી જાય, મોબાઈલ નંબર પણ એક વારમાં યાદ રહી જાય, પણ આ બધું યાદ રાખવાનું ન ફાવે ને ?
(૪) ઉપયોગ : ઉપયોગ એ આત્માનું અધ્યભિચારી લક્ષણ છે. જે લક્ષણ લક્ષ્યનો ત્યાગ ન કરે તેને તેનું અધ્યભિચારી લક્ષણ કહેવાય. ઉપયોગ બે પ્રકારનો છે : સાકાર(વિશેષ)ઉપયોગ અને અનાકાર-નિરાકાર(સામાન્ય)ઉપયોગ. વિરોષ ઉપયોગ જ્ઞાનસ્વરૂપ છે, સામાન્ય ઉપયોગ દર્શનસ્વરૂપ છે. આ જ્ઞાનોપયોગ કે દર્શનોપયોગ કાયમ માટે વિદ્યમાન હોવાથી તેના આશ્રયરૂપે સદ્ભૂત એવા આત્માની સિદ્ધિ થાય છે. જેના લક્ષણનો પરિત્યાગ થતો નથી તે વસ્તુ સદ્ભૂત હોય અસદ્દ ન હોય. અગ્નિ, ઉષ્ણતારૂપ પોતાના લક્ષણનો ત્યાગ કરતો ન હોવાથી અગ્નિ સત્ છે, એટલે કે ઉષ્ણતાના આશ્રયરૂપે જેમ અગ્નિની સિદ્ધિ થાય છે તેમ ઉપયોગરૂપ લક્ષણનો પણ ત્યાગ થતો ન હોવાથી ઉપયોગના આશ્રયરૂપે આત્માની સિદ્ધિ થાય છે.
સ0 બેભાન અવસ્થામાં પણ ઉપયોગ હોય ?
સુષમપણે ઉપયોગ હોય જ. બેભાન અવસ્થામાં પણ વેદના હોય છે, માત્ર એ વ્યક્ત કરી શકાતી નથી. શાસ્ત્રમાં દષ્ટાંત આપ્યું છે કે કોઈ માણસના મોઢામાં
(૩૩)
Page #19
--------------------------------------------------------------------------
________________
ડૂચા નાંખ્યા હોય, આંખે પાટા બાંધ્યા હોય, નાક-કાન પણ બંધ કર્યા હોય, હાથ-પગ બાંધી દીધા હોય, પાંચે ઇન્દ્રિયોના વ્યાપારને અટકાવી દેવામાં આવે અને પછી સોંય મારવામાં આવે તો તેને વેદના થાય પણ તે વ્યક્ત ન કરી શકે ને ? તેવી જ રીતે એકેન્દ્રિયપણામાં કે બેભાન અવસ્થામાં વેદના થતી હોવા છતાં તે વેદના વ્યક્ત કરી શકાય એવી નથી હોતી..
સવ કોઈ કોમામાં હોય તો તેને સમાધિ આપવા, નિર્ધામણા કરાવવા જવાય ?
કદાચ નિર્ધામણા કરાવતી વખતે ભાન આવી જાય - એવી સંભાવનાથી કરાવાય. જોકે સમાધિ કોઈના વચનમાં નથી, આપણી સમજણમાં છે. ભગવાનનાં વચનો પણ, આપણે સમજીએ તો આપણને સમાધિ આપે. આપણી પાસે જો સમજણ જ ન હોય તો મહાગોપ અને મહાનિર્ધામક એવા ભગવાન પણ આપણને કામ ન લાગે, તો બીજા કઈ રીતે સમાધિ આપી શકે ?
સ૦ બેભાન અવસ્થામાં શુભ ભાવ આવી શકે ?
પહેલાં શુભભાવમાં હોય અને પછી બેભાન થાય તો શુભ ભાવ છે - એમ માની શકાય. સાધુભગવંતો સ્વાધ્યાય કરતાં ઢળી પડે તો શુભ ભાવમાં ગયા કહેવાય. તમે પૈસા ગણતાં ઢળી પડો તો અશુભભાવમાં ગયા - એમ જ માનવું પડે ને ? તેથી કાયમ માટે શુભ ભાવમાં, શુભ ઉપયોગમાં રહેવું.
સહ આયુષ્યનો બંધ પહેલાં પડી ગયો હોય તો ?
આયુષ્યનો બંધ પડી ગયો હશે તો એક ભવ બગડશે, પણ આરાધના હશે તો ભવોભવ સુધરશે. શ્રી કૃષ્ણ મહારાજને, શ્રી શ્રેણિક મહારાજને આયુષ્યનો બંધ પડી ગયો હતો છતાં આરાધના છેલ્લી ઘડી સુધી સુંદર પ્રકારે કરી ને ? આરાધનાનો ત્યાગ ન કર્યો ને ? તો તમને કેમ આવો વિચાર આવે છે ? ઉપયોગ એ આત્માનું અસાધારણ લક્ષણ છે. અશુભ ઉપયોગમાં તો આત્મા કાયમ રહેવાનો જ, તેને શુભ ઉપયોગમાં રાખવા પ્રયત્ન કરવો છે. શરીરમાં ઉપયોગ નથી, કારણ કે શરીર તો જડ છે. તેથી નક્કી છે કે ઉપયોગનો જે આશ્રય છે તે જ આત્મા છે.
(૫) કષાય : કોધાદિ કષાયને કરનાર આત્મા જ છે, શરીર નહિ : આમાં તો કોઈ બેમત નથી ને ? ક્રોધ, માન, માયા, લોભ : આ બધા પર્યાય શરીરમાં
(૩૪) :
ઘટતા નથી તેથી આ પર્યાયોને ધારણ કરનાર આત્મદ્રવ્ય સત્ છે - એ સમજી શકાય છે. જેમ કુંડલ, મુદ્રિકા, મુગટ વગેરે પર્યાયને ધારણ કરનાર સુવર્ણદ્રવ્ય છે તેમ ક્રોધાદિપર્યાયને પામનાર જે દ્રવ્ય છે તે આત્મા છે. કષાય એ કર્મસહિત આત્માનું લક્ષણ છે. શુદ્ધઆત્મા કપાય કરતો નથી. અનાદિથી આત્મા અશુદ્ધ છે. અશુદ્ધ આત્મા કર્મ બાંધે છે અને એ કર્મના કારણે આત્મા કષાયાદિ અશુભ અવસ્થાને પામે છે. કષાય પણ આત્મા કરે છે અને કષાયનો જ્ય કરીને ઉપશાંત પણ આત્મા જ થાય છે.
સવ ભગવાનના કાનમાં ઠોકાયેલા ખીલા કઢાયા ત્યારે આત્મા તો શાંતઉપશાંત હતો, તો શરીરે જ રાડ પાડી ને ?
શરીરે રાડ નથી પાડી, શરીર દ્વારા આત્માએ જ રાડ પાડી હતી. પીડા કાનમાં હતી, એ પીડાનો અનુભવ કરવા છતાં આત્મા સાબૂત હતો, લેપાયો ન હતો. આ તો પીડા અસહ્ય હોવાથી રાડ પડી ગઈ. બાકી આત્માનો સમભાવ હણાયો ન હતો, માટે ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન રાડ પાડે તોપણ તેમને કર્મબંધ ન થાય, આપણે તો મૌન રહીએ તોય કર્મ બાંધ્યા વિના ન રહીએ. કોઈ આપણો રોગ જાણી ન જાય માટે પીડા છુપાવીએ, વટ મારીએ તો તે માયા જ છે ને ? આ માયા પણ આત્મા કરે છે અને લોભ પણ આત્મા કરે છે; શરીર નહિ. શરીરને કેટલું જોઈએ ? પેટમાં પડ્યું એટલું ને ? બે વસ્ત્ર મળે તો શરીરને માટે તો પૂરતાં છે, છતાં વધારે જોઈતું હોય તો તે આત્માને જ જોઈએ છે ને ? આ રીતે કષાયને કરનાર આત્મા છે - એ સિદ્ધ થાય છે.
(૬) લેશ્યા : કષાયની જેમ લેશ્યાના કારણે પણ આત્માની સિદ્ધિ થાય છે. આ ચોથા અધ્યયનમાં જીવનું અસ્તિત્વ વિસ્તારથી સમજાવ્યું છે. ત્રીજા અધ્યયનમાં બતાવેલા આચારમાં ટકવા માટે અને એ આચારના પાલન દ્વારા ફળ સુધી પહોંચવા માટે જીવનું અસ્તિત્વ સ્વીકારવું જરૂરી છે. જેઓ આત્માના અસ્તિત્વને ન સ્વીકારે તેઓ પાપના પંથે ગયા વિના ન રહે. અનાચારના ત્યાગ અને આચારના પાલન માટે આત્માનું અસ્તિત્વ સમજાવવું પડે, એ અસ્તિત્વમાં હેતુઓ બતાવવા પડે, એ હેતુઓ દ્વારા સિદ્ધ થયેલ અશુદ્ધ આત્માને શુદ્ધ બનાવવા માટે રત્નત્રયીનો માર્ગ બતાવવો પડે, એ માર્ગે ચાલતા જે અતિચાર લાગે તે
(૩૫)
Page #20
--------------------------------------------------------------------------
________________
જણાવવા પડે, એ અતિચાર ટાળવાના ઉપાય બતાવવા પડે. આ બધાના મૂળમાં આત્માનું અસ્તિત્વ કામ કરે છે. ભગવાનના માર્ગ પ્રત્યે શ્રદ્ધા જાગે અને આત્માનું અસ્તિત્વ સ્વીકારાય તો કોઈ પાપ કરી ન શકે. શરીરના રોગના કારણે પાપની શરૂઆત થાય છે અને આત્માનું અસ્તિત્વ સ્વીકારવાના કારણે પાપનો અંત આવે છે. આથી જ અહીં નિયુક્તિમાં આત્માના અસ્તિત્વને વિસ્તારથી જણાવ્યું છે. સૂત્રના પરમાર્થને સમજાવવાની ભૂમિકા રચવાનું કામ નિયુક્તિ કરે છે. સૂત્રકારે જે સૂક્ષ્મ વાતો સ્થૂલ શબ્દો દ્વારા કરી હોય તે સૂક્ષ્મ વાતોને વિસ્તૃત રીતે સમજાવવાનું કામ નિયુક્તિકાર તથા ટીકાકાર કરે છે. પૂર્વપુરુષો જે પરમાત્માની વાતો કરી ગયા છે તે વાતોના પરમાર્થ સુધી પહોંચાડવાનું કામ ટીકાકાર વગેરે કરતા હોય છે. જે સહેલાઈથી સમજાય એવું નથી. તેને સમજાવવા માટેનો આ પ્રયત્ન છે, સૂત્રકાર કરતાં પોતાનું પાંડિત્ય બતાવવા માટે આ રચના નથી. ‘નિર્યુક્તિમાં ઘણું લાંબુંલાંબું જણાવ્યું છે' - એમ કહીને તેની ઉપેક્ષા નથી કરવી, ‘વિસ્તારથી અને ઊંડાણથી વાત કરી છે' - એમ સમજીને શ્રદ્ધા કેળવવી છે. સૂત્રમાં વિસ્તૃત અર્થ જણાવવાની ક્ષમતા છે ખરી, પણ આપણામાં એ સૂત્ર ઉપરથી સમજવાની ક્ષમતા નથી, માટે નિયુક્તિ અને ટીકાનો આધાર લઈને આપણે એના તાત્પર્ય સુધી પહોંચવા માટે પ્રયત્ન કરીએ છીએ.
લેશ્યા એટલે જેના કારણે આત્મા ઉપર કર્મ લાગે, ચટે - તેવો પદાર્થ. આ વેશ્યા પુદગલ દ્રવ્યસ્વરૂપ પણ છે અને ભાવ-પરિણામસ્વરૂપ પણ છે. આત્મા સાથે કર્મને એકમેક કરીને એ કર્મને તેના વિપાક સુધી પહોંચાડવાનું કામ આ લેશ્યા કરે છે. તે તે પ્રકારનાં શુભાશુભ પુદ્ગલના કારણે શુભાશુભ લેશ્યાનો પરિણામ પેદા થાય છે – એ વાત સાચી, પરંતુ આ પરિણામ પેદા કરવાનું કામ આત્મા કરે છે. પુદ્ગલનું આલંબન લઈને પણ પરિણામ તો આત્મામાં જ પેદા થાય છે. ગુંદરના કારણે વસ્તુને ચોંટાડાય પણ સુંદર લગાડનાર કોઈક જોઈએ ને ? તેમ લેયાના પુદ્ગલનું આલંબન લેનાર પણ કોઈક હોવો જોઈએ - તે જ આત્મા છે. શુભાશુભ લેક્ષાના પરિણામથી યુક્ત એવું પરિણામી દ્રવ્ય હોવાના કારણે આત્મા સં–વિદ્યમાન છે. જેમ દૂધ, તેવા પ્રકારના ખટાશયુક્ત દ્રવ્યની સહાયથી દહીંરૂપે પરિણમે છે તેમ આત્મા પણ કૃષ્ણાદિ દ્રવ્યોની સહાયથી તે તે વેશ્યાના પરિણામવાળો બને છે. આ લેયાઓ કર્મની સ્થિતિનું નિયમન કરે
છે. લેયાઓ કર્મબંધને એવો ચીકણો કરી મૂકે છે કે તેના વિપાક સુધી આપણે પહોંચવું જ પડે. માટે આ લેયાઓને ટાળવી છે. લેયાઓ અશુભ કર્મને જેમ નિકાચિત કરે છે તેમ શુભ કર્મને પણ નિકાચિત કરે છે. અશાતાની જેમ શાતાને પણ નિકાચિત કરે છે. છતાં આપણને શાતા ભોગવવી ગમે છે અને અશાતા નથી ગમતી. શાતા પણ છેવટે કર્મનો વિપાક છે અને સંસારમાં ભોગવાય છે. જેને સાધુ થવું હોય તે શાતા ભોગવે નહિ. શાતાને બાજુએ મૂકે અને અશાતાની ઉદીરણા કરે તેનું નામ સાધુ. દીક્ષા પાળવી હશે તો શાતા સાથેનો લગાવ છોડી, અશાતા સાથે દોસ્તી બાંધવી પડશે. દુ:ખને ગળે લગાડીને ફરે તે જ દીક્ષા પાળી શકે. ભગવાન દુઃખની ઉદીરણા કરવા માટે અનાર્યદેશમાં ગયા. આપણે દુ:ખ ઊભું ન કરીએ, પણ આવેલું દુ:ખ રોતાં રોતાં ભોગવવાને બદલે પ્રસન્નતાથી ભોગવી લઈએ - એટલું તો બને ને ? સુખ ભોગવવું છે અને દુ:ખ ટાળવું છે : એ બરાબર નથી. ભોગવવું હોય તો દુ:ખ ભોગવવું છે અને ટાળવું હોય તો સુખ ટાળવું છે. આપણે સુખ ન છૂટકે ભોગવીએ કે દુ:ખ ? આપણે જેટલું સુખ ભોગવીએ છીએ, તે સુખ ભોગવ્યા વગર ચાલે એવું નથી માટે ભોગવીએ છીએ કે ભોગવવું છે માટે ? આપણી અવિરતિ બધી નિકાચિત હોય અને અશાતા અનિકાચિત હોય એમ સમજીને જ અવિરતિને ભોગવવાનું અને અશાતાને ટાળવાનું કામ ચાલુ છે ને ? આજે નહિ તો કાલે સુખનો રાગ ટાળી દુ:ખ ભોગવવા તૈયાર થવું જ પડશે. અભવ્યને પણ એટલી શ્રદ્ધા પાકી હોય છે કે ભગવાનના વચનથી વિપરીત વિચારવું નહિ, બોલવું નહિ અને વર્તવું નહિ. પરંતુ એની દશા એવી વિચિત્ર હોય છે કે - આચાર ચોખ્ખા પણ વિચાર (પરિણામ) ભંગાર; શ્રદ્ધા પાકી, પરંતુ હૈયું કોરુંધાકોર ! આપણે તો ભવ્ય છીએ ને ? તો હૈયાની શ્રદ્ધાથી ભગવાનનું વચન સ્વીકારી લેવું છે.
(૭) શ્વાસોશ્વાસ : લેહ્યા પછી ‘શ્વાસોશ્વાસ' લક્ષણે જણાવ્યું છે. શ્રમ કરનાર મજૂર વગેરેને શ્વાસ ચઢે છે તે જેમ પ્રત્યક્ષસિદ્ધ છે તેમ શ્વાસ લેનાર- મૂકનાર જે દ્રવ્ય છે તે આત્મા છે - એવું સિદ્ધ થાય છે. અહીં આત્માનાં જે લક્ષણો બતાવ્યાં છે તેમાંથી મોટાભાગનાં લક્ષણ શુદ્ધ આત્માનાં નથી, પરંતુ સાથે અજીવ-જડનાં પણ નથી - એટલું યાદ રાખવું. અજીવના ધર્મથી વિલક્ષણ એવા શ્વાસોશ્વાસાદિ લક્ષણના આશ્રયભૂત જીવતત્ત્વને માન્યા વિના ચાલે એવું નથી. જડ પદાર્થ
(૩૭)
Page #21
--------------------------------------------------------------------------
________________
શ્વાસોશ્વાસની ક્રિયા કરતો નથી. જે શ્વાસોશ્વાસ લે છે તે આત્મા જ છે. એકેન્દ્રિય જીવો પણ શ્વાસોશ્વાસ લેવાનું કામ કરે છે. પરંતુ તેના શ્વાસોશ્વાસની સ્પષ્ટ પ્રતીતિ થતી નથી તેથી અહીં થાકી ગયેલા પુરુષનું દષ્ટાંત આપ્યું છે કે જેમાં શ્વાસોશ્વાસ સ્પષ્ટપણે જણાય છે. આ શ્વાસોશ્વાસને લઈને એકેન્દ્રિય જીવોમાં પણ જીવત્વ મનાય છે. એકેન્દ્રિય જીવોમાં જીવત્વ જે દિવસે સ્વીકારાશે તે દિવસે સાધુ થયા વિના નહિ ચાલે. આજે ગૃહસ્થપણામાં મજેથી જીવી શકાય છે તે એકેન્દ્રિયમાં જીવ નથી દેખાતો માટે, જેને પાણીમાં, વનસ્પતિમાં જીવ દેખાયા કરે તે આરંભસમારંભમાં જીવી શકે ખરો ? આ રીતે પ્રાણાપાન-શ્વાસોશ્વાસના કારણે આત્માની સિદ્ધિ થાય છે. આકાશાદિ પદાર્થો જડ-ચૈતન્યરહિત હોવાથી શ્વાસોશ્વાસ લેતા નથી માટે નક્કી છે કે જે શરીર શ્વાસોશ્વાસ લે છે તે આત્માથી યુક્ત જ છે.
(૮) ઇન્દ્રિય : શરીરમાં રહેલી ઇન્દ્રિયો જેના માટે કામ કરે છે તે આત્મા છે. બારી-ઝરૂખો હોય તો તેમાંથી બહાર જોનાર પણ કોઈ હોય તેમ ઇન્દ્રિયો હોય તો તેને પ્રવર્તાવનાર પણ કોઈ હોવો જોઇએ, તે જે છે તે આત્મા છે. જોકે પહેલાં પણ આદાનલક્ષણમાં ઇન્દ્રિયની વાત કરેલી છે તેથી ફરીથી આ લક્ષણ બતાવવાની જરૂર ન હતી, પરંતુ નિવૃત્તિ-ઇન્દ્રિય અને ઉપકરણ- ઇન્દ્રિય : એમ બે પ્રકારની ઇન્દ્રિયોને આશ્રયીને બે લક્ષણ જણાવ્યાં છે. પહેલાં ઉપકરણ-ઇન્દ્રિયની વાત હતી, અહીં તો નિવૃત્તિ-ઇન્દ્રિયને આશ્રયીને લક્ષણ બતાવ્યું હોવાથી કોઈ દોષ નથી. ઇન્દ્રિયો જે વિષયોને ગ્રહણ કરે છે તે બીજા માટે કરે છે, અને એ બીજો જે છે તે આત્મા છે. જેટલા અચેતન પદાર્થો ભેગા મળીને કામ કરે છે તે બીજા માટે કરે છે - આવો સામાન્યથી નિયમ છે. આ રીતે ઇન્દ્રિયો જેના પ્રયોજનથી પ્રવર્તે છે તે આત્માની સિદ્ધિ થાય છે. ઇન્દ્રિયો જડ છે અને આત્માની નોકરાણી છે છતાં પણ ચેતન એવો આત્મા વગર કારણે ઇન્દ્રિયોની પાછળ પડી રિબાયા કરે છે. આટલાં દ્વારોથી આત્માની સિદ્ધિ કર્યા પછી પણ આપણે શરીરની પાછળ જ દોડીએ તો આપણા જેવું મૂરખ બીજું કોણ ? શરીર ભુલાઈ જાય અને આત્મા વીસરાય નહિ - એ માટેનો આ પ્રયાસ છે.
વેદન કરનાર અર્થાત્ આહારનો સ્વાદ લેનાર અને આહારને પરિણમાવનાર કોઈને કોઈ કર્તા હોય છે તેમ કર્મને ગ્રહણ કરનાર, કર્મનું વેદન કરનાર અને કર્મની નિર્જરા-ક્ષય કરનાર જે છે તે આત્મા છે. આપણે આત્માને માન્યા પછી પણ કર્મને માનીએ છીએ ખરા ? કર્મગ્રંથ ભણનાર-ભણાવનાર પણ કર્મથી ગભરાય નહિ ને ? કર્મગ્રંથ ભણીને છાતી એવી મજબૂત કરી નાખી કે જાણે કર્મનો ડર ભાગી ગયો - એવું જ જીવન આપણું છે ને ? ક્ષણે ક્ષણે, સમયે સમયે સાત પ્રકારનાં કર્મ બંધાય છે, બંધાયેલાં ઉદયમાં આવે છે અને ઉદયમાં આવેલાં પાછાં નવાં બંધાવીને જાય છે : આવું જાણ્યા પછી ગૃહસ્થપણામાં રહી શકાય ? સાધુપણામાં પણ કર્મ બંધાય છે, પરંતુ કર્મબંધના પાંચ હેતુમાંથી માત્ર પ્રમાદ અને યોગ : આ બે જ હેતુથી કર્મ બંધાય છે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાયમયિક બંધ સાધુપણામાં થતો નથી. છઠું-સાતમે સંજવલનના કષાય હોવા છતાં તેની આધીનતા ન હોવાથી માત્ર ગુણસ્થાનકપ્રત્યયિક કર્મબંધ થાય છે, તેથી તે કષાયપ્રત્યયિક બંધની વિરક્ષા કરાતી નથી. જો સંવલનના કષાયને આધીન થાય તો સાધુને પણ કષાયપ્રત્યયિક બંધ થાય - એ વાત જુદી. બાકી સાધુપણા કરતાં ગૃહસ્થપણામાં કર્મબંધના હેતુઓ વધારે છે. ગૃહસ્થપણામાં બહુ બહુ તો મિથ્યાત્વપ્રત્યયિક બંધ ટાળી શકાય. બાકી અવિરતિ વગેરેના કારણે કર્મબંધ ચાલુ છે, માટે ગૃહસ્થપણાનો ત્યાગ કરવો છે. કર્મબંધ કરનાર આત્મા છે, તેની સાથે કર્મની નિર્જરા કરનાર પણ આત્મા જ છે - એમ સમજીને કર્મબંધને ટાળવાપૂર્વક કર્મનિર્જરા માટે પ્રયત્ન કરવો છે. જ્ઞાની ભગવંત મળે અને જ્ઞાનીને જ્ઞાની માનીને તેમની નિશ્રા સ્વીકારીએ તો કર્મથી બચાય.
(૧૨) ચિત્ત, (૧૩) ચેતના, (૧૪) સંજ્ઞાન, (૧૫) વિજ્ઞાન, (૧૬) ધારણા, (૧૭) બુદ્ધિ, (૧૮) ઇહા, (૧૯) મતિ, (૨૦) વિતર્ક : આ ચિત્તાદિ નવ આત્માના ગુણો છે. તેથી આ ગુણોના આશ્રયરૂપે આત્મદ્રવ્ય સિદ્ધ થાય છે. જેમ રૂપ, રસ, ગંધ વગેરે ગુણોના આશ્રયરૂપે ઘટાદિ દ્રવ્યો પ્રત્યક્ષસિદ્ધ છે તેમ ચિત્તાદિ ગુણો દ્વારા આત્મા નામનું દ્રવ્ય સિદ્ધ થાય છે. તેમાંથી (૧૨) ચિત્ત એટલે ક્ષયોપશમભાવનું મન, કે જે ત્રણે કાળના વિષયને ગ્રહણ કરે છે. આ ભાવમન સંજ્ઞીપંચેન્દ્રિય જીવોની સાથે એકેન્દ્રિયાદિ જીવોને પણ હોય છે. એકેન્દ્રિયાદિ અસંજ્ઞી જીવોને દ્રવ્યમન હોતું નથી. દ્રવ્યમન સંજ્ઞીપંચેન્દ્રિયને હોય છે. ભાવમન
(૩૯)
(૯-૧૦-૧૧) બંધ, ઉદય, નિર્જરા : કર્મનો બંધ, કર્મનો ઉદય અને કર્મની નિર્જરા કરનાર જે છે તે આત્મા છે. જે રીતે આહારને ગ્રહણ કરનાર, આહારનું
Page #22
--------------------------------------------------------------------------
________________
ક્ષયોપશમભાવનું હોવાથી કેવળી ભગવંતોને નથી હોતું જ્યારે દ્રવ્યમન તો અઘાતીનો વિપાક હોવાથી કેવળીને હોય છે. આ રીતે ચિત્ત ક્ષયોપશમભાવનું હોવાથી તે આત્માનો ગુણ છે. ચિત્ત કરતાં (૧૩) ચેતના (ચૈતન્ય) જુદી છે. ચિત્ત ત્રિકાળવિષયક હોય છે જ્યારે ચેતના પ્રત્યક્ષભૂત વર્તમાન અર્થને ગ્રહણ કરવાના સ્વભાવવાળી હોય છે. (૧૪) સંજ્ઞાન એટલે સંજ્ઞા. પહેલાં જે જોયું હોય તેનું ‘આ તે જ છે' એવા પ્રકારનું જે અનુસ્મરણ છે તેને સંજ્ઞા કહેવાય છે. (૧૫) વિજ્ઞાન એટલે વિવિધ પ્રકારનું જ્ઞાન. તે તે વિષયમાં તેવા તેવા પ્રકારનું જ્ઞાન કરવું તે વિજ્ઞાન છે. આ વિજ્ઞાન પણ આત્માનો ગુણ છે. (૧૬) ધારણા એ અવિસ્મૃતિ, સ્મૃતિ અને વાસના : એમ ત્રણ પ્રકારે છે. જાતિસ્મરણ જ્ઞાનનો સમાવેશ સ્મૃતિસ્વરૂપ ધારણામાં થાય છે, અને વાસનાત્મક સંસ્કાર તો અસંખ્યાતવર્ષના આયુષ્યવાળાઓને અસંખ્યાત કાળ અને સંખ્યાતવર્ષના આયુષ્યવાળાઓને સંખ્યાત કાળ સુધી હોય છે. પરથી નિરપેક્ષપણે અર્થની વિચારણા કરવી અર્થાત્ પદાર્થનું જ્ઞાન કરવું તેને (૧૭) બુદ્ધિ કહેવાય છે. આ
સ્થાણુ (ટૂંઠું) છે કે પુરુષ છે : આવા પ્રકારનો સંશય પડ્યા બાદ સભૂત એવા ટૂંઠું કે પુરુષ સ્વરૂપ અર્થના નિર્ણયને અનુરૂપ એવી જે વિચારણા તેને (૧૮) ઇહા કહેવાય છે. ત્યાર બાદ આ ‘પુરુષ જ છે' અથવા ‘પૂંઠું જ છે” એવા પ્રકારનો નિશ્ચયાત્મક બોધ કે જેને શાસ્ત્રીય પરિભાષામાં અપાય કહેવાય છે તે (૧૯) મતિ છે. અને આ વસ્તુ આ રીતે જ ઘટે છે - સંગત થાય છે - એવા પ્રકારની અર્થની સંભાવના વિચારવી તેનું નામ (૨૦) વિતર્ક. આ રીતે ચિત્તથી માંડીને વિતર્ક સુધીના ગુણો ગુણી એવા આત્મા વિના રહી શકે નહિ માટે તે ગુણોના આશ્રયરૂપે આત્મદ્રવ્ય સિદ્ધ થાય છે.
લક્ષણદ્વાર પછી અસ્તિત્વદ્વારા જણાવ્યું છે. અહીં નિર્યુક્તિમાં આગળનાં દ્વારોનું વર્ણન વિસ્તારથી કર્યું છે, પરંતુ આપણી પાસે સમય ઓછો છે. હજુ સુધી આપણે ચોથા અધ્યયનના સૂત્રની શરૂઆત પણ કરી નથી. તેથી આપણે સામાન્યથી જ તેની વિચારણા કરી લેવી છે. અસ્તિત્વદ્વારમાં જણાવ્યું છે કે ‘આત્મા’ એ શુદ્ધ (કેવલ) પદ હોવાના કારણે તે પદથી વાયુ આત્મપદાર્થ સિદ્ધ જ છે. જે શુદ્ધ પદ હોય તેનું વાચ્ય કોઈને કોઈ હોય જ - એવો નિયમ છે. આત્મા નથી' - એમ કહેનાર જ આત્માની સિદ્ધિમાં નિયામક છે. કારણ કે
જેનો પ્રતિયોગી પ્રસિદ્ધ ન હોય તેવો અભાવ હોતો જ નથી. જે વસ્તુ જગતમાં ક્યાંક પ્રસિદ્ધ હોય તેનો જ અભાવ મનાય છે. આ રીતે આત્માનું અસ્તિત્વ સિદ્ધ થયા પછી આત્માના સ્વરૂપમાં જે મતભેદો છે તેના નિરાકરણ માટે અહીં આત્માનું સ્વરૂપ પણ જણાવ્યું છે. આત્મામાં નિત્યાનિત્યત્વ, મૂત્તમૂર્ણત્વ, દેહવ્યાધિત્વ-જગવ્યાપિત્વ વગેરે પરસ્પર વિરુદ્ધ એવા અનેક ધર્મો ઘટે છે. દ્રવ્યથી આત્મા નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. આત્મદ્રવ્ય અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેવાનું છે - તેથી આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે. દરેક ગતિમાં ફરનાર આત્મા એનો એ જ હોવાથી દ્રવ્યથી આત્મા નિત્ય છે ને તે તે મનુષ્યાદિ ગતિની શરૂઆત અને અંત આવતો હોવાથી મનુષ્યાદિ પર્યાયરૂપે આત્મા અનિત્ય છે. એ જ રીતે આત્મા કાર્મણવર્ગણાનાં પુલોથી જોડાયેલો હોવાના કારણે મૂર્ત છે અને નિત્ય હોવાના કારણે અમૂર્ત છે. જે અમૂર્ત હોય તે નિત્ય હોય. આત્મા નિત્ય છે માટે અમૂર્ત છે - એ સમજી શકાય છે. અનાદિથી કર્મથી યુક્ત એવો આત્મા પણ કર્મથી મુક્ત બને એટલે તેનું અમૂર્તત્વ પ્રગટ થાય છે. પાણી નિર્મળ હોવા છતાં દૂધ સાથે ભળે તો ધોળું થઈ જાય. તેમ આત્મા શુદ્ધઅમૂર્ત હોવા છતાં કર્મ સાથે ભળે તો મૂર્ત બને છે. આત્મા અનાદિથી કર્મસંબદ્ધ હોવા છતાં એ કર્મરહિત બની શકે છે. ઔપાધિક વસ્તુના કારણે શુદ્ધ વસ્તુમાં વિકૃતિ આવી શકે, પણ તેનો અર્થ એ નથી કે એ વિકાર કાયમ માટે ટકે. ઉપાધિ જાય તો વસ્તુ શુદ્ધ બની શકે છે - એ જ રીતે આત્માની અવગાહના અંગુલના અસંખ્યાત ભાગથી માંડીને ચૌદ રાજલોક સુધીની હોય છે. નિગોદમાં અંગુલના અસંખ્યાતભાગ જેટલી અવગાહના હોય છે. કેવલી સમુઘાત વખતે ચૌદ રાજલોક જેટલી અવગાહના હોય અને તે સિવાય અસંખ્યાત આકાશપ્રદેશની અવગાહના હોય છે. એ જ રીતે આત્મા એક પણ છે અને અનેક પણ છે. જાતિરૂપે આત્મા એક છે, પણ વ્યક્તિરૂપે અનેક છે. જે આત્મા એક જ હોત તો બધા આત્મા એકી સાથે મોક્ષમાં જતા રહ્યા હોત. વ્યક્તિરૂપે અનેક હોવાથી ક્રમે કરીને આત્માનો મોક્ષ થાય છે. નિગોદમાં એક શરીરમાં અનંતા આત્માઓ રહે છે, તે આત્માઓ વ્યક્તિરૂપે અનંતા હોવા છતાં શરીરરૂપે એક છે. કારણ કે ત્યાં અનંતા આત્માઓનું શરીર એક જ હોય છે. નિગોદમાં એક શરીરમાં અનંતા આત્માઓ સાથે રહીને આવેલાને પણ અહીં સાથે રહેવાનું ફાવતું નથી ને ?
(૪૧)
Page #23
--------------------------------------------------------------------------
________________
તેથી તમારે ત્યાં અને અમારે ત્યાં જુદા રહેવા માંડ્યા છે. ‘મને નહિ ફાવે - એવું જે કહે તેને સમજાવવું કે જે અહીં નહિ ફવડાવો તો ફરી ત્યાંની (નિગોદની) સંકડાશમાં જવું પડશે. હૈયું સાંકડું રાખવાને બદલે વિશાળ રાખીએ તો કોઈ જાતની સંકડાશ નડે નહિ. જ્યાં સુધી કર્મો પડ્યાં છે ત્યાં સુધી આવું જ ચાલવાનું છે. એ કર્મોના વિપાક પૂરા કરવા માટે સાધુપણું છે. કર્મના વિપાક ભોગવીને પૂરા કરવા છે અને નવા કર્મો બાંધવાં નથી : તો જ કર્મરહિત બનાશે.
સ૦ આત્મા કર્મોનો કર્તા પણ છે અને ભોક્તા પણ છે ને ?
માત્ર કર્તા-ભોક્તા જ નથી, સાથે સંસર્તા અને પરિનિર્વાતા છે - એટલું યાદ રાખવું. આ તો કર્તાભોક્તા બોલવામાં મજા આવે છે. કારણ કે પુણ્ય બાંધવા મળે ને ભોગવવા મળે. સંસર્વા બોલો તો ખ્યાલ આવે કે નરકતિર્યંચમાં પણ જવું પડે છે અને પરિનિર્વાતા બોલે તો એટલું યાદ આવે કે આત્મા સર્વથા કર્મરહિત બની મોક્ષે જઈ શકે એવો છે. આત્મામાં મુક્ત થવાની યોગ્યતા છે - એ જાણીને આનંદ થાય ને ? આ યોગ્યતા પકવવાનો ઉપાય પણ છે. ધર્મ કરવાની ઉતાવળ કરવા પહેલાં યોગ્યતા પકવવાનો પુરુષાર્થ કરવાની જરૂર છે.
આ ચોથા અધ્યયનનું નામ પડછવનિકાય અધ્યયન છે. તેમાંથી જીવનું સ્વરૂપ આપણે સામાન્ય વિસ્તારથી જોયું. ત્યાર બાદ અહીં નિકાયનું પણ વર્ણન કર્યું છે. નિકાયનો અર્થ સામાન્યથી સમૂહ થાય છે. છ પ્રકારના જીવોના સમૂહનું વર્ણન આમાં કરેલું છે, માટે તેનું નામ પછવનિકાય અધ્યયન છે. આ રીતે નામનિષ્પન્ન નિક્ષેપાની વાત પૂરી કરીને સુત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપાના અવસરે શુદ્ધ એવા સૂત્રનું ઉચ્ચારણ કરી જણાવવાનું છે. આ સૂત્ર દ્વાદશાંગીનો અંશ છે. આ સૂત્રનું અધ્યયન-અધ્યાપન સાધુસાધ્વીને ઉદ્દેશીને હોવા છતાં તમારી આગળ આ વંચાય છે તેનું કારણ એક જ છે કે તમારે પણ સાધુ થવું છે. તમને સાધુ થવાનું મન છે ને ?
સ૦ સાધુપણું સારું તો લાગે છે, પણ લેવાની ઈચ્છા નથી થતી.
દુનિયાનાં કેટલાં કામ ઇચ્છાથી કર્યો ? કેટલી ઇચ્છાઓ પૂરી કરી ? આ સંસારનાં મોટા ભાગનાં કાર્યો ઇચ્છા વગર જ કરો છો ને ? તો અનંતજ્ઞાનીઓએ
બતાવેલા માર્ગમાં ઇચ્છાની રાહ શા માટે જોવી ? જે કાર્યો જરૂરી લાગે તે ઇચ્છા વિના પણ કરો ને ? તો અહીં શા માટે વિચાર કરો છો ? વીતરાગપરમાત્માના શાસનના પરમાર્થને વિચારનારા, સમજનારા પરિણામની રાહ જોઈને બેસી ન રહે, ભવિષ્યના પરિણામનો વિચાર કરી ચાલી નીકળે. માર્ગ તો અણીશુદ્ધ છે, એ માર્ગે ચાલવાનું મન કેટલું છે - એ પૂછવાની જરૂર છે. આપણા પરિણામને જોવા કરતાં જ્ઞાનીએ બતાવેલા પરિણામનો વિચાર કરતા રહીએ તો ચોક્કસ ભાવદીક્ષા પરિણામ પામ્યા વગર ન રહે. આજે આપણે ચોથા અધ્યયનના સૂત્રની શરૂઆત કરવી છે. અમારે ત્યાંની પ્રણાલિકા સુંદર છે કે પહેલાં સૂત્ર કંઠસ્થ કરાવી પછી અર્થની વાચના આપવી. આ ક્રમે સૂત્ર-અર્થ ગ્રહણ કર્યા હોય તો તે સારી રીતે પરિણામ પામ્યા વગર ન રહે. આ તો મહાપુરુષોએ કરુણા કરીને તમને સૂત્ર વગર પણ અર્થ સમજાવવાનું કહ્યું છે. તેમનો આશય તો ઉદાત્ત હતો, આપણી પ્રવૃત્તિ એને અનુરૂપ નથી. ‘યોગ્યતા વિનાનાને ધર્મ ન મળે” એમ કહીએ તો મૂકીને જતા રહે, પણ યોગ્યતા મેળવવા ન રહે. તેથી યોગ્યતા વગરના પણ યોગ્ય બને - એ આશયથી આનો અર્થ જણાવાય છે.
सुर्य मे आउसंतेण (आउसं तेण) भगवया एवमक्खायं - इह खलु छजीवणिया नामज्ायणं, समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया सुअक्खाया सुपन्नत्ता सेयं मे अहिजिउं अज्झयणं धम्मपण्णत्ती । कयरा खलु सा छज्जीवणियानामज्झयणं समजेणं भगवया महावीरेणं कासवेणं पवेड्या सुअक्खाया सुपन्नत्ता सेयं मे अहिजिउं अज्झयणं धम्मपन्नत्ती ? । इमा खलु सा छज्जीवणिया नामज्झयणं समणेणं भगवया महावीरेणं कासवेणं पवेड्या सुअक्खाया सुपन्नत्ता सेयं मे अहिजिउं अज्झयणं धम्मपन्नत्ती ।।
શ્રી સુધર્માસ્વામી જંબૂ નામના પોતાના શિષ્યને ઉદ્દેશીને કહે છે કે - (મડાં તેનું પવિયા) હે આયુષ્યમાન ! જ્ઞાનાદિ ઐશ્વર્યથી યુક્ત એવા તે શ્રી વર્ધમાનસ્વામી ભગવાન પાસેથી મેં આ પ્રમાણે સાંભળ્યું છે કે (અથવા માવસંતે ગુરુચરણે રહેલા એવા મેં આ પ્રમાણે સાંભળ્યું છે કે) - આ શ્રી જિનેશ્વર ભગવંતના પ્રવચનમાં જવનિકા નામનું અધ્યયન, કાશ્યપગોત્રવાળા શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ પોતે જાતે કેવળજ્ઞાનથી જોઈને પ્રકર્ષે કરીને જણાવ્યું છે,
(૪૩)
Page #24
--------------------------------------------------------------------------
________________
દેવમનુષ્યદાનવોની સભામાં સારી રીતે કહેલું છે તેમ જ જે રીતે જણાવ્યું છે તે જ રીતે સમ્યરૂપે તેનું આસેવન પણ કર્યું છે; તે અઘ્યયન (ધર્મપ્રજ્ઞપ્તિ:) ધર્મને પ્રકર્ષે જણાવનાર હોવાથી તેના કારણે ચિત્તની વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. તેથી તે છજીવનિકાય અધ્યયનનું પઠન-શ્રવણ-પરિભાવન કરવું એ મારા આત્મા માટે શ્રેયસ્કર-કલ્યાણકારી છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે એ ષડ્જવનિકાય નામનું અધ્યયન કયું છે ? ત્યારે ગુરુ ભગવંત કહે છે કે - તે અધ્યયન આ પ્રમાણે છે.
આ અધ્યયનની શરૂઆતમાં શ્રી સુધર્માસ્વામીજી શ્રી જંબૂસ્વામીને આયુષ્યમાન તરીકે સંબોધીને પછી ભગવાનની વાત જણાવે છે. શ્રી શય્યભવસૂરિ મહારાજે આવી શૈલીથી નિરૂપણ કર્યું છે તેની પાછળ પણ વિશિષ્ટ બોધ આપવાનું તાત્પર્ય છે. શિષ્યનું આ રીતે વિશેષણ આપવા દ્વારા એ જણાવવું છે કે સમર્થજ્ઞાની એવા ગુરુભગવંતે ગુણવાન એવા શિષ્યને આગમનાં રહસ્ય જણાવવાં જોઈએ, નિર્ગુણને નહિ. આયુષ્યમાન એ સુંદર સંબોધન છે. ગમે તેટલું સારું કરવાનું મન હોય, ઊંચામાં ઊંચું જીવન જીવવાનું મન હોય પણ આયુષ્યનો સાથ ન હોય તો કશું કરી શકાય નહિ. જ્ઞાનાદિની સાધના માટે પણ આયુષ્ય દીર્ઘ હોય, ગણનાપાત્ર હોય એ જરૂરી છે. આથી સાધનાની આ દીર્ઘાયુષ્યસ્વરૂપ યોગ્યતા જણાવવા દ્વારા અન્ય યોગ્યતાને ઉપલક્ષણથી જણાવી છે - એમ સમજવું. આ રીતે શિષ્યને સંબોધીને જણાવે છે કે “મેં ભગવાન પાસે આ પ્રમાણે સાંભળ્યું છે.’ ‘સાંભળ્યું છે’ એવું જણાવવા જે શ્રુતમ્ પદનો પ્રયોગ કર્યો છે, તેની ટીકા કરતાં જણાવ્યું છે કે ત્રૂયતે તર્ કૃતિ શ્રુતમ્ - ‘જે સંભળાય છે તે શ્રુત' આ રીતે શ્રુતની સામાન્યથી વ્યાખ્યા કર્યા બાદ તેનો વિશેષ અર્થ કરતાં જણાવે છે કે પ્રતિવિશિષ્ટ અર્થના પ્રતિપાદન માટે જે તત્પર હોય તેને શ્રુત કહેવાય. લોકો જે જાણે છે, જાતે સમજી શકે છે તેના માટે શ્રુત-શાસ્ત્રની જરૂર નથી. આથી શ્રુત પ્રતિવિશિષ્ટ અર્થને જણાવનાર હોય છે. જે વાત આપણે જાણીએ છીએ તે વાત જો શાસ્ત્રમાં બતાવેલી હોય તોપણ તેના દષ્ટિકોણમાં વિશેષતા ચોક્કસ હોય. શાસ્ત્રમાં સંસારના સુખનું વર્ણન આવે તોપણ તે તેની હેયતા, અનિત્યતા જણાવવા માટે બતાવ્યું હોય. ધર્મની કષ્ટકારિતાનું વર્ણન આવે તોપણ તે ધર્મની અસાધારણ ઉપાદેયતા સમજાવવા માટે હોય. જેમાં આપણા નુકસાનની નહિ, લાભની વાત હોય; અહિતની નહિ, હિતની વાત હોય તેમ જ જે ઇષ્ટ ફળ સુધી
(૪૪)
પહોંચાડનાર હોય તેને પ્રતિવિશિષ્ટ અર્થ કહેવાય અને આવા અર્થને જણાવવા માટે જે તત્પર હોય તેને શ્રુત કહેવાય. તમે સાધુ પાસે શાસ્ત્ર સમજવા જાઓ કે વાતો કરવા માટે ? શાસન-સમાચારની આપ-લે કરવા માટે જાઓ કે આગમનાં રહસ્યો સમજવા માટે ? શ્રી વીતરાગપરમાત્મા પાસે સાધુઓ શું સાંભળતા હતા અને આપણે વીતરાગના સાધુઓ પાસે શું સાંભળીએ છીએ : એ બેનો વિચાર કરવાની જરૂર છે. આ શ્રુતની વ્યાખ્યા જો યાદ રહી જાય તો તમારા કે અમારા જીવનમાંથી બધી જ વિકથાઓ દૂર થઈ જાય. આપણા દોષોને બતાવે, આપણા ગુણોનો આવિર્ભાવ કરી આપે અને ક્રમે કરી પરમપદે પહોંચાડે તે પ્રતિવિશિષ્ટ અર્થ. સાધુ પાસે જવામાત્રથી સત્સંગ નથી થઈ જતો. સાધુ પાસે જઈને શું વાત કરીએ છીએ તેના આધારે સત્સંગ ગણાય છે. જે તમે જાણો છો તે બતાવવા માટે વ્યાખ્યાન નથી, જે તમારે જાણવાનું બાકી છે તે જણાવવા માટે વ્યાખ્યાન છે. સંસારમાં સુખ કઈ રીતે મેળવવું એ તો તમે જાણો જ છો, તેથી તેના માટે વ્યાખ્યાન આપવાની જરૂર નથી. સંસારથી છૂટીને મોક્ષે જવાનો માર્ગ કયો છે – એ સમજાવવા માટે વ્યાખ્યાન છે. આજે સંસાર છોડીને સાધુ થવાનો ઉપદેશ આપે - એવી દેશના લગભગ ગમતી જ નથી. તેનું કારણ એક જ છે કે હજુ સુધી સંસારનું સુખ જ ગમે છે. વસ્તુ સારામાં સારી હોય, પીરસનાર પણ સારો હોય છતાં તેની રુચિ ન જાગે તો માનવું પડે ને કે પેટ બગડ્યું છે ! માત્ર આકર્ષક પદોની રચના શ્રુતસ્વરૂપ નથી, જે પ્રતિવિશિષ્ટ અર્થને જણાવે છે તે શ્રુત છે. આ જ આશયથી પરમાત્માની સ્તવના પણ અર્થથી ગંભીર એવાં સ્તોત્રો વડે કરવાની કહી છે. પદોનું લાલિત્ય હોય એટલામાત્રથી કામ ન થાય, થોડા શબ્દોમાં ગંભીર અર્થ જણાવવા તત્પર એવાં સ્તોત્રો હોવાં જોઈએ. આપણને તો અર્થ સાથે કોઈ નિસબત નથી ને ? તમને શેમાં મજા આવે ? અર્થગંભીર સ્તોત્રો બોલવામાં કે મંત્રાક્ષરો બોલવામાં ? આ તો કહે ‘ઉવસગ્ગહર બોલવાથી માથું ઊતરી જાય, શાંતિ સાંભળવાથી શાંતિ સ્થપાય...' આપણે કહેવું પડે કે - આ મંત્રાક્ષરો તમને સંસારમાં સુખી બનાવવા કે તમારું દુ:ખ ટાળવા માટે નથી. મંત્ર તો તેને કહેવાય છે કે જે (મનનાત્ ત્રાયતે) મનન કરવા દ્વારા આ સંસારથી તારે. જેમાં સંસારથી તરવાનો ઉપાય બતાવેલો હોય તેવાં પદોની રચનાને શ્રુત કહેવાય છે. જેને સામાન્ય અર્થમાં જ સંતોષ હોય તેને શ્રુત ન મળે. શિષ્ય
(૪૫)
Page #25
--------------------------------------------------------------------------
________________
એવો હોવો જોઈએ કે જેને કહેતાં ગુરુ ન થાકે. ગુરુ શિષ્યને જે પદો જણાવે છે તે પદો વિશેષ અર્થને સમજાવનાર હોય તો તેને શ્રુત કહેવાય.
આ રીતે શ્રુતની વ્યાખ્યા કરીને હવે તેની બીજી વિશેષતાઓ જણાવે છે કે જે વાગ્યોગમાત્રસ્વરૂપ છે, તે શ્રુત છે. તે વખતે વચનનો વ્યાપાર મુખ્યપણે હોય છે, કાયાનો વ્યાપાર તેમાં ભળેલો હોતો નથી. શિષ્યને વાચના આપે ગુરુ ત્યારે પ્રવચનમુદ્રામાં આપે. વાચના આપતી વખતે વક્તાની કાયામાં વિકાર દેખાય તો તે તેના જ્ઞાનની, તેની વાણીની ખામીને સૂચવે છે. જેની પાસે જ્ઞાન નક્કર હોય તે શરીર ન હલાવે; તેની કાયા સંલીન હોય, માત્ર વાણીનો વ્યાપાર ચાલુ હોય. હાથ ઊંચા કરવા, પાટ ઉપર હાથ પછાડવા વગેરે કાયાનો વ્યાપાર જેમાં ન હોય તેવા વચનયોગસ્વરૂપ શ્રુત હોય છે. કુશળ વક્તાની વાણી જ વેધક હોવાથી તેને કાયાનો વ્યાપાર કરવો પડતો નથી. ત્યાર બાદ જણાવે છે કે આ શ્રુત શ્રી તીર્થંકર પરમાત્માના મુખકમળમાંથી નીકળેલું હોવાની સાથે શ્રોતાઓના કર્ણયુગલસ્વરૂપ બખોલમાં પ્રવેશ પામેલું હોય તો જ તે શ્રુત કહેવાય છે. શ્રોતા બેધ્યાનપૂર્વક સાંભળે કે ઊંઘમાં સાંભળે તો તેને શ્રુત નથી કહેવાતું. તેમ જ જે ક્ષયોપશમભાવના પરિણામના આવિર્ભાવનું કારણ હોય તે શ્રુત કહેવાય છે, જે ઔદિયકભાવને પુષ્ટ કરે તેને શ્રુત ન કહેવાય. ભગવાનનું વચન સાંભળ્યા પછી ‘એ જ સાચું છે' એવું લાગે તો ક્ષયોપશમભાવ આવ્યો એમ સમજવું. વચન સારું લાગ્યા કરે - એ ઔદિયકભાવનું લક્ષણ છે અને વચન સાચું લાગે – તે ક્ષયોપશમભાવનું લક્ષણ છે. સાચા અને સારામાં અંતર છે. વચનને સાચું માનનાર એ વચન મુજબ જીવન ગોઠવવા માટે તત્પર બને છે, જ્યારે વચનને સારું માનનારાનું હૈયું હલી જાય તોય પોતે ત્યાં ને ત્યાં જ ઊભો રહે છે. રોહિણિયો ચોર ભગવાનનું એક વચન સાંભળીને ચોર મટી ગયો. રોહિણિયા ચોરને તેના પિતાએ ભગવાનનું વચન સાંભળવાની ના પાડી હતી. કારણ તે માનતા હતા કે ભગવાનની વાત સાંભળે તે ચોરી ન કરી શકે. એક વાર સમવસરણ પાસેથી પસાર થતાં, ભગવાનનું વચન કાને ન પડે તે માટે કાનમાં આંગળી નાંખીને જતાં તેના પગમાં કાંટો વાગ્યો. એ કાંટો કાઢવા માટે કાનમાંથી આંગળાં કાઢ્યાં તે વખતે તેણે ભગવાનનું એટલું વચન સાંભળ્યું કે - દેવો જમીનથી ચાર આંગળ અધ્ધર ચાલે છે અને આંખની પાંપણ હલતી નથી હોતી, તેમનાં નેત્રો અનિમેષ હોય
(૪૬)
છે.' આ રોહિણિયો ચોર પકડાતો ન હતો. તેથી તેને પકડવા માટે શ્રી અભયકુમારે વ્યૂહ રચ્યો. રોહિણિયાને કાંઇક ખવડાવીને બેભાન કરી રાજમહેલમાં લઇ આવ્યા. ત્યાં દેવલોકની રચના કરી હતી, દેવદેવીઓ ત્યાં ફરી રહ્યા હોય તેવું વાતાવરણ ખડું કરેલું. ત્યાં શય્યામાં તેને સુવાડ્યો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે જાણે દેવલોકમાં ઉત્પન્ન થયો હોય તેમ દેવીઓ તેને વીંટળાઈ વળી અને પૂછવા લાગી કે ‘તમે પૂર્વભવમાં કયાં કુત અને દુષ્કૃત કરેલાં ?' શ્રી અભયકુમારને એમ કે પોતે દેવલોકમાં ઉત્પન્ન થયો છે એમ સમજીને રોહિણિયો ચોરીની કબૂલાત કરી લેશે. પરંતુ રોહિણિયાએ જોયું કે આ બધા તો જમીન પર ચાલે છે ને આંખો પટપટાવે છે - તેથી તે સમજી ગયો કે આ કાવતરું લાગે છે. આથી ત્યાં પણ તે ખોટું બોલીને છૂટી ગયો. પરંતુ તે વખતે તેને વિચાર આવ્યો કે ભગવાનનું એક વચન સાંભળવાથી મોતની સજામાંથી બચી ગયો તો બધાં વચન માનું તો મારા આત્માનું કલ્યાણ થયા વિના ન રહે. આથી ચોરી કરવાનું છોડીને દીક્ષા લેવા તૈયાર થયો : આનું નામ ક્ષયોપશમભાવ. તેણે એવું ન વિચાર્યું કે એક વચનથી મંત્રીને છેતર્યા તો હવે બીજા વચનથી રાજાને છેતરું ! તમે શું કરો ? થોડો ધર્મ કરવાથી અહીં સુખી થયા તો દેવલોકનાં સુખો મેળવવા વધુ ધર્મ કરવા તૈયાર થઇ જાઓ ને ? - આનું નામ ઔદિયકભાવ. ભગવાનનું વચન જલસા કરવા માટે નથી માનવાનું, કટ ભોગવવા માટે માનવાનું છે. જેને કષ્ટ ભોગવવું નથી તે જલસા કરવા માટે ભગવાનનું વચન માને છે એમ સમજી લેવું.
-
જ્યાં સુધી કાન છે ત્યાં સુધી સાંભળવાનું તો બનવાનું જ છે, પરંતુ ‘શું સાંભળવું’ ને ‘શું ન સાંભળવું' તેનો વિવેક આપણે જાતે કરવાનો છે. જેને મોક્ષની આરાધના કરવી હોય તેણે ઔયિકભાવની વાત ન સાંભળવી, વીતરાગપરમાત્માએ કહેલી વાત જ સાંભળવી. જે શ્વેત સાંભળવાનું છે તેની વ્યાખ્યા અહીં સરસ કરી છે. ‘કોની પાસે સાંભળવું ?' તે માટે જણાવ્યું કે વીતરાગ પરમાત્મા પાસે સાંભળવું. ‘કઈ રીતે સાંભળવું ?' તો કહ્યું કે કાનમાં પેસે એ રીતે અપ્રમત્તપણે સાંભળવું. 'શું સાંભળવું ?' તો કહ્યું કે - પ્રતિવિશિષ્ટ અર્થ સાંભળવો અને ‘શા માટે સાંભળવું ?' તે માટે જણાવ્યું કે ક્ષયોપશમભાવમાં પરિણમે તે માટે સાંભળવાનું છે. જે મોક્ષમાર્ગનું અંતર વધારી આપે તે ઔદિયકભાવ અને એ અંતર કાપી આપે તે ક્ષયોપશમભાવ. આપણે આટલાં વરસોથી વ્યાખ્યાન સાંભળીએ છીએ,
(૪૭)
Page #26
--------------------------------------------------------------------------
________________
આપણું અંતર વધ્યું છે કે ઘટ્યું છે - એની વિચારણા કરી છે ખરી ? તમે વ્યાખ્યાન સાંભળો - એટલે તમારી શ્રુતની સાધના પૂરી થઈ જાય અને અમે થોડુંઘણું ભણી લઈએ એટલે અમારી શ્રુતની સાધના પૂરી થઈ જાય; ક્ષયોપશમભાવ પરિણામ પામ્યો કે નહિ - એ વિચારવાની ફુરસદ કોઈને નથી ! માન મળે તો ભણવાની મજા આવે - એ ઔદયિક ભાવ છે, આત્મા સુધરે એ રીતે ભણવાનું ગમે ત્યારે
યોપશમભાવ આવ્યો - એમ સમજવું. ટીકાકારશ્રીએ શ્રતની વ્યાખ્યા આ રીતે કરવા દ્વારા આપણી આંખો ઉઘાડી અને આપણા કાન ખોલ્યા છે. આપણે જાતે સમજીને આપણી આરાધના કરવા લાગી જવું છે. જાતને સમજાવીને અમલમાં મૂકવું તે ક્ષયોપશમભાવનું શ્રત, જાતના બદલે બીજાને સમજાવવા નીકળવું તે
ઔદયિકભાવનું શ્રત. અનાદિકાળથી ઔદયિકભાવના સંસ્કાર એટલા ગાઢ છે કે ધર્મ કરવા છતાં એ સંસ્કાર હલતા નથી. કદાચ સંસ્કાર મંદ પડે તોપણ આપણી પ્રવૃત્તિ જ એવી છે કે એ સંસ્કાર પાછા ઊભા થાય. તપ કર્યા પછી પણ પારણું એવું કરીએ કે તપના સંસ્કાર ભૂંસાઈ જાય અને ખાવાના સંસ્કાર જ દઢ થાય ! ભક્તિ કરનારા ગમે તેટલી ભક્તિ કરે, પણ ભક્તિ લેનારાએ તો પોતાનું ધ્યાન રાખવાનું ચૂકવું ન જોઈએ. માસક્ષમણનું પારણું કેવું કરીએ ? મહિના સુધી ખાધા વગર રહી શકાય એવો અભ્યાસ જેણે પાડ્યો હોય તે તો પારણે બે દ્રવ્ય ઓછાં વાપરે. એના બદલે ચાર પ્રવાહી વધારે વાપરે તો તે ક્ષયોપશમભાવનો તપ ક્યાંથી કહેવાય ? રોજના દૈનિક આહારથી અધિકની અપેક્ષા પારણે જાગે - તેવો તપ નથી કરવો. તપ કરે તેને તો આહાર વગર રહેવાની ટેવ પડી હોવાથી તે તો પારણે બે વસ્તુ ઓછી વાપરે.
સ૦ પારણે જરૂર પડે એટલે વાપરે.
ત્રીસ દિવસ જરૂર હોવા છતાં તપ કરવો હતો માટે ન વાપર્યું ને ? તેમ પારણે પણ તપના સંસ્કાર રાખવા છે માટે નથી વાપરવું.
સવ ઘરના લોકો બનાવે તો ?
તેઓ ભક્તિના સંસ્કાર પાડવા ભલે બનાવે, આપણે ત્યાગના સંસ્કાર પાડવા માટે વાપરવું નથી. સુખની ઇચ્છા ઉપર કાપ મૂક્યા વિના ક્ષયોપશમભાવનો તપ નહિ આવે. ક્ષયોપશમભાવને પામેલો તો કહે કે ‘સંસારનું સુખ હવે ગમતું
નથી, દુ:ખ આવે તો ડર નથી લાગતો. પહેલાં થોડા સુખમાં લેપાઈ જતો હતો હવે સુખના ઢગલામાં પણ મન ભળતું નથી. પહેલાં થોડું દુ:ખ આવે તોય ભાગાભાગ કરતો હતો હવે ઘણું દુ:ખ આવે તોય ગભરામણ થતી નથી...' સંસારના સુખ તરફ ચાલવું તે ઔદયિકભાવ અને સંસારના સુખ ઉપરથી નજર ખસે તે ક્ષયોપશમભાવ. ધર્મ કરવા છતાં સુખ ઉપરથી નજર ખસે નહિ તો ક્ષયોપશમભાવ ન આવે. માત્ર પ્રવૃત્તિ જેવી તે ઔદયિકભાવ, પ્રવૃત્તિ પાછળના પરિણામને તપાસવા તે ક્ષયોપશમભાવ. સાધુભગવંત ક્કીર ન હોય, આજ્ઞાંકિત હોય. ફકીરતા તો માનસન્માનની અપેક્ષાથી પણ આવી જાય જ્યારે આજ્ઞાંકિત બનવા દરેક જાતની અપેક્ષાઓ મૂકવી પડે. કેટલો ધર્મ કરીએ છીએ, કેટલા વખતથી ધર્મ કરીએ છીએ એ જોવું તે ઔદયિકભાવ અને ધર્મ કેવો કરીએ છીએ તે જેવું - એ ક્ષયોપશમભાવ. તમે પણ ધંધો કેટલો કર્યો - એ જુઓ કે કેવો કર્યો છે - એ જુઓ ? જે માત્ર ક્રિયામાં જોડી રાખે તે ઔદયિકભાવ અને ક્રિયાના ફળ સુધી પહોંચાડે તે ક્ષયોપશમભાવ. આવા ક્ષયોપશમભાવના કારણભૂત વચન બરાબર એકાગ્રતાથી સાંભળેલું હોય, એક પણ શબ્દ આઘોપાછો કર્યા વગર ગ્રહણ કરેલું હોય તેને શ્રુત કહેવાય છે.
આ વચન કોની પાસે સાંભળ્યું છે તે જણાવતાં શ્રી સુધર્માસ્વામીજી કહે છે કે તેણે ભગવયા’, તે એટલે ત્રણે ભુવનના સ્વામીરૂપે પ્રસિદ્ધ એવા ભગવાન પાસે સાંભળ્યું છે. અહીં ભગવાનનો અર્થ કરતી વખતે ‘ભગ’ના છ અર્થ કરી બતાવ્યા છે : (૧) સમગ્ર ઐશ્વર્ય, (૨) રૂપ, (૩) યશ, (૪) લક્ષ્મી, (૫) ધર્મ અને (૬) પ્રયત્ન. આ છયે પ્રકારના ભગના જે સ્વામી હોય તેને ભગવાન કહેવાય છે. શ્રી તીર્થંકર પરમાત્મામાં આ છયે વસ્તુ ઉત્કટ કોટિની હોય છે, આથી તેમને ભગવાન કહેવાય છે. જોકે ઐશ્વર્યાદિ સામાન્ય જનમાં પણ જોવા મળે છે, પરંતુ ગણનાપાત્ર, ઉત્કટ કોટિના ઐશ્વર્યાદિ જેમનામાં હોય તેને જ ભગવાન કહેવાય છે. જેમ ધન તો ભિખારી પાસે પણ હોય છે, છતાં તેને ધનવાન નથી કહેતા. ગણનાપાત્ર, પુષ્કળ ધન જેની પાસે હોય તેને જ ધનવાન કહેવાય છે તેમ અહીં પણ ઉત્કટ કોટિના ઐશ્વર્ય વગેરે તીર્થંકર પરમાત્મામાં હોવાથી તેઓને જ ભગવાન કહેવાય છે. પરમાત્મા ત્રણ ભુવનના સ્વામી હોવાથી સમગ્ર ઐશ્વર્યના ધણી છે. તેઓશ્રીનું રૂપ એવું અદ્ભુત હોય છે કે અસંખ્યાત ઇન્દ્રો ભેગા થાય તોપણ
Page #27
--------------------------------------------------------------------------
________________
તેઓશ્રીના એક પગના અંગૂઠા જેટલું પણ રૂપ વિકર્ષી શકતા નથી. ભગવાનનો યશ તો ચારે દિશામાં ફેલાયેલો હોય છે. તેઓશ્રીની અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ સ્વરૂપ લક્ષ્મી સર્વશ્રેષ્ઠ છે. આ પહેલા ચાર ગુણ ઔદિયકભાવની વિશેષતાને જણાવનારા છે. જ્યારે બાકીના બે ક્ષયોપરામભાવની વિશેષતાને જણાવનારા છે. ભગવાને જે ચારિત્રધર્મનું પાલન કર્યું અને વીર્ય ફોરવ્યું તે ઉત્કટ કોટિનું હતું, ભગવાને કેવળજ્ઞાન પામવા જે ધર્મ આચર્યો અને જે પ્રયત્ન આદર્યો એના કરતાં અનંતમા ભાગનો ધર્મ અને પ્રયત્ન આપણને બતાવ્યો છે. આવા ભગવાન પ્રત્યે પણ બહુમાન જાગતું ન હોય તો તેનું કારણ એ છે કે ભગવાનની વાત ગમતી નથી. જો ભગવાનની વાત ગમી જાય તો ભગવાન પ્રત્યે બહુમાન જાગ્યા વિના ન રહે. આમ છતાં કોઈ વાર વ્યક્તિ પ્રત્યે બહુમાન જાગે તો વાત ગમ્યા વગર ન રહે. માટે ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ અહીં 'ભગ'ના અનેક અર્થ કરવા દ્વારા સમજાવ્યું છે.
આ ભગવાને કેવળજ્ઞાનથી જોઈને જણાવ્યું છે કે - આ લોકોત્તરમાર્ગમાં પૃથ્વીકાય, અપ્કાય વગેરેથી માંડીને ત્રસકાય સુધીના છજીવનિકાયને જણાવનારું અધ્યયન છે. સાધુભગવંતને વિરાધના ટાળવાનો ભાવ હોવાથી તેમને સૌથી પહેલાં જીવનું સ્વરૂપ સમજાવ્યું છે અને શિષ્ય પણ વિરાધનાનો ભીરુ હોવાથી છજીવનિકાયનું નામ સાંભળતાં જ તરત પૂછે છે કે – તે છજીવનિકાય નામનું અધ્યયન કર્યું છે ?... આજે સાધુસાધ્વી વિહારાદિમાં ભેગા થાય તો પરસ્પર કેવી વાત કરે ? કયું ક્ષેત્ર સારું છે ? ત્યાં કેટલા લોકો આવે છે ? વ્યાખ્યાનમાં કેટલા આવે છે ? પ્રતિક્રમણમાં કેટલા આવે છે ? ગોચરીનાં ઘરો કેટલાં છે ?... આવું આવું જ પૂછે ને ? જ્યારે ભગવાનનો સાધુ તો ક્ષેત્ર માટે પૂછે તોય પરઠવવાની જગ્યા વગેરેના વિષયમાં પૂછે અને તે પણ વિરાધનાથી બચવાના આશયથી પૂછે. બાકી તો ક્ષેત્ર એક જ સારું છે - સિદ્ધક્ષેત્ર ! સંયમની સાધનામાં અનુકૂળતા કરી આપે ને મોક્ષની નજીક પહોંચાડે તે ક્ષેત્ર સારું. અહીં શિષ્યે શંકા કરતી વખતે ગુરુનાં દરેક પદોનો અનુવાદ કરીને શંકા કરી છે, માત્ર એકાદ પદ દ્વારા શંકા નથી કરી. આ રીતે તોછડા શબ્દનો પ્રયોગ ન કરતાં અનુવાદ કરીને શંકા કરવાથી ગુરુ પ્રત્યે આદરભાવ સૂચિત થાય છે. ગુરુની વાત બરાબર સાંભળીને, સમજીને પછી પ્રશ્ન પૂછ્યો છે - એ પણ આના પરથી જણાય છે. આથી ગુરુ પણ શિષ્યના વિનયભાવ અને જિજ્ઞાસાભાવને અનુરૂપ જવાબ આપે છે. શિષ્ય
(૫૦)
જો ઉદ્ધતાઇથી પ્રશ્ન પૂછે તો ગુરુ પણ તોછડો જવાબ આપે. શિષ્ય જો જિજ્ઞાસાભાવે પૂછે તો ગુરુ પણ તેની જિજ્ઞાસાનો સંતોષકારક જવાબ આપે. શિષ્યે પ્રશ્ન પૂછવા પહેલાં ગુરુના અભિપ્રાયને બરાબર સ્પષ્ટ કરીને પછી પૂછવું જોઈએ. અને ગુરુએ પણ શિષ્યના પ્રશ્નને સ્પષ્ટ કરી પછી જવાબ આપવો જોઈએ : એ જણાવવા માટે અહીં પ્રશ્નવાક્ય તથા ઉત્તરવાક્યમાં દરેક પદોનો અનુવાદ કર્યો છે. સામાનાં પદોનો અનુવાદ કરીને જવાબ આપવો તે સામા પ્રત્યેના આદરભાવને સૂચિત કરનાર છે.
અહીં જણાવે છે કે 'શ્રુતં મયા' (મેં સાંભળ્યું) આવું કહેવા દ્વારા એકાંતક્ષણિકવાદી બૌદ્ધોનું નિરાકરણ કર્યું છે. પૂ.શ્રી હરિભદ્રસૂરિ મહારાજના વખતમાં બૌદ્ધોનું ચલણ ઘણું હતું, ઠેર ઠેર તેમનો પ્રચાર ઘણો હતો. તેથી તેમનું નિરાકરણ આ પદ વડે કર્યું છે. ભૂતકાલીન ક્રિયાનો પ્રયોગ એકાંતક્ષણિકવાદી ન કરી શકે. ‘મેં સાંભળેલું' આવો પ્રયોગ કરવા માટે કર્ત્તનું ભૂતકાળમાં અને વર્તમાનકાળમાં અસ્તિત્વ હોવું જરૂરી છે. સાંભળનાર પહેલાં હતો અને ‘હું' તો અત્યારે પણ છું એટલે નક્કી છે કે ‘જે સાંભળનાર હોય તે જ હું છું' આવો અર્થ થયો. આ રીતે કર્તાનું અસ્તિત્વ ક્ષણથી વધારે રહેવાના કારણે એકાંતક્ષણિકવાદીનું ખંડન થાય છે.
સ૦ બૌદ્ધોનું ખંડન કરવાનું કે તેમના સિદ્ધાંતનું ?
આપણે ત્યાં ગુણ અને ગુણીને કથંચિદ્ ભેદ હોવા સાથે કથંચિદ્ અભેદ પણ છે. પાપ અને પાપીને અમુક અંશે અભેદ પણ છે તેથી પાપની જેમ પાપીનું પણ વર્જન કરવાનું જણાવ્યું છે. પાપી પ્રત્યે વ્યક્તિગત દ્વેષ કરવાની ના પાડી
છે બાકી તેનું પાપી તરીકે વર્જન કરવાનું વિધાન શાસ્ત્રમાં કર્યું છે. પાપનો દ્વેષ કરવાનો અને પાપીની દોસ્તી કરવાની એવી વાત આપણે ત્યાં નથી. આથી સમ્યક્ત્વના સડસઠ બોલમાં પરદર્શનીનો સંગ છોડવાનું જણાવ્યું છે.
અણીશુદ્ધ ધર્મ આરાધવાની શરૂઆત કેવી રીતે કરવી – તે આ અઘ્યયનમાં જણાવ્યું છે. દેશવિરતિ ધર્મ કારણસ્વરૂપ છે જ્યારે સર્વવિરતિ ધર્મ કાર્યસ્વરૂપ છે – એટલું સમજાય તો સર્વવિરતિના ઇરાદે દેશિવરિત આરાધવાનું બને. એક વાર ભગવાનના વચન પર બહુમાન જાગે તો આ ધર્મની આરાધના સુકર છે. પરંતુ
(૫૧)
Page #28
--------------------------------------------------------------------------
________________
રસ્તે રખડતા માણસ પર જેટલું બહુમાન છે તેટલું ભગવાનના વચન પર નથી - આ તે કેવી દશા ? ભગવાનને સ્વાર્થ કયો હતો કે જેથી આપણને આવો માર્ગ બતાવે ? ભગવાનને આપણા સુખની ઇર્ષા હતી ? ભગવાન આપણા દુ:ખમાં રાજી હતા ? એવું તો કશું હતું નહિ. ભગવાનને તો માત્ર આપણા હિતની જ ચિંતા હતી, માટે આ છજીવનિકાયની વાત અહિંસાધર્મના પાલન માટે જણાવી છે. આ છજીવનિકાયની વાત ભગવાને કહી છે - એમ સમજીને સાંભળીએ, એ મહાપુરુષ પ્રત્યે બહુમાન ધરીને સાંભળીએ તો આ સંસારમાં રહીને પાપ કરવાનું નહિ ફાવે. આપણી બે વારની અનુકૂળતા સાચવનારની, કપડાંવાસણ ધોઈ આપનારની વાત પર જેટલો વિશ્વાસ છે તેટલો ભગવાનની વાત પર છે ખરો ? ‘તમે આ ખાઓ તો સારું થશે, આ પીઓ તો સારું રહેશે, આ વાપરો તો સારું લાગશે...' આવી સલાહ આજુબાજુના લોકો આપે તો લાગણીનું પૂર વહાવે છે - એવું લાગે ને ? અને ભગવાન કહે કે “આ ધર્મ કરો તો કલ્યાણ થશે' તો ગમે ?
સ૦ ઘરના લોકો તો આપણને ગમતું જ કહે માટે ગમી જાય.
એ લોકો ગમતું ભલે કહે પણ એનાથી આપણું કલ્યાણ નથી થવાનું. લોકો ગમતી વાત કરે છે, પણ ભગવાન આપણા હિતની વાત કરે છે. ગમતી વાત કરવાથી આપણું કલ્યાણ નહિ થાય, હિતની વાત માની લેવામાં આપણું એકાંતે કલ્યાણ સમાયેલું છે. આપણી આસક્તિ પરિપૂર્ણ કરવા સુખનાં સાધનોને ભેગાં કરવાની પ્રવૃત્તિ ધમધોકાર ચાલુ છે, એના બદલે ભગવાનની આજ્ઞા માનવા માટે સુખનાં સાધનો ઓછાં કરવાં છે, સુખ ભોગવવાની વૃત્તિ પર, પ્રવૃત્તિ પર કાપ મૂકવો છે. અમારે ત્યાં પણ ભગવાનની આજ્ઞા પાળવા નીકળેલાને આજ્ઞા મુજબ જીવવાનું મન કેટલું છે - એ પૂછવાની જરૂર છે. વિહારમાં સગવડની ગોચરી હોય તો બે રોટલી ઓછી વાપરવી છે - એટલો ય વિચાર આવે ?! આજ્ઞા પાળવા નીકળ્યા છીએ તો આજ્ઞા પાળી જાણવી છે - હવે આઘાપાછા થવાનું શું કામ છે ? અહીં સુધર્માસ્વામીજી ‘હું નથી કહેતો, ભગવાન કહે છે આ પ્રમાણે જણાવે છે તેના ઉપરથી પણ તેમનું ભગવાનની આજ્ઞા પ્રત્યેનું બહુમાન સૂચિત થાય છે. પોતે તો ભગવાનની આજ્ઞા પાળે છે અને નિશ્રાવર્તીને પણ ભગવાનની આજ્ઞા જ પળાવે છે. તભવમુક્તિગામીને પણ ભગવાનની આજ્ઞા પર આટલું
(૫૨) E
બહુમાન અને આજ્ઞાપાલનનો આટલો આગ્રહ હોય તો આપણે કેટલો રાખવો જોઈએ ? ટીકાકારશ્રી જણાવે છે કે - “હું નથી કહેતો, ભગવાન કહે છે' એમ જણાવવા દ્વારા શાસ્ત્રની પરતંત્રતા બતાવી છે. આના પરથી એ નિશ્ચિત થાય છે કે - જેઓ સર્વજ્ઞ નથી એવા અસ્વતંત્ર (પરતંત્ર) જીવોએ અન્ય (જ્ઞાની) પાસે સારી રીતે નિશ્ચય કર્યા વગર પરલોકસંબંધી દેશના ન આપવી, કારણ કે છમી એવા પરતંત્રને વિપર્યય થવાનો સંભવ છે. કહ્યું છે કે – ‘ધર્મના સદભાવને સારી રીતે જાણ્યા વગર કુદેશના દ્વારા સમસ્ત જગતને કષ્ટ આપનારા પાપમાં જે પાડે છે તેના કરતાં પાપકર એવું બીજું શું છે ?'
આ સૂત્રમાં શિષ્યને આયુષ્યમાન કહીને સંબોધ્યો છે. શિષ્ય બેધ્યાન ન બને એ માટે સંબોધનવચનનો પ્રયોગ કરાતો હોય છે. તેમ જ આપણે જોઈ ગયા કે ગુણવાનને જ આગમનાં રહસ્ય જણાવવા જોઈએ - એ પણ સમજાવવું છે. આયુષ્ય દીર્ઘ હોય તો જ બીજા ગુણો ટકી શકે છે. માટે શિષ્યને આ વિશેષણથી સંબોધન કર્યું છે. અયોગ્યને આગમરહસ્ય ન જ અપાય. યોગ્ય તેને કહેવાય કે જેને સંસારથી તરવું હોય. ભવથી તરવાની ઇચ્છા એ આગમના અધ્યયનની યોગ્યતા છે. યોગ્યતા કેળવવી હોય તો સંસારથી તરવાનો ભાવ કેળવવો છે. આપણે સંસારથી પાર ઊતરવું છે ? સંસારના અર્થને ધર્મનો કોઈ અધિકાર નથી. કારણ કે એવા અયોગ્યને ધર્મ પણ નુકસાન કરનારો થાય છે. કાચા ઘડામાં ભરેલું પાણી ઘડાસહિત ધૂળભેગું થાય છે. તેથી કાચા ઘડામાં પાણી ન ભરવું એ ઘડાની અને પાણીની બન્નેની રક્ષાનું કારણ છે. તે રીતે અયોગ્યને આગમનાં રહસ્યો ન આપવાં – એ અયોગ્ય માટે હિતકારી છે અને એનાથી આગમની પણ રક્ષા થાય છે.
સવ ભગવાને ગોશાળાને તોલેયા કેમ શીખવી ?
અવશ્યભાવભાવને કોઈ મિથ્યા કરી ન શકે. ભગવાન તો વિશિષ્ટ જ્ઞાની હતા તેથી જ્ઞાનમાં જેવું જુએ તે પ્રમાણે કરે. તમારે તેમનો દાખલો લેવાની જરૂર નથી. જ્ઞાની શું કરે છે, કેમ કરે છે - એ બધું વિચારવાના બદલે જ્ઞાનીઓ શું કહે છે - એ સમજવાની જરૂર છે. જ્ઞાનીનું વચન સાંભળવા આવેલા જ્ઞાનીની ચર્ચા જોવા બેસે તો જ્ઞાન પામી ન શકે. શ્રોતા યોગ્ય હોય તો જ તે જ્ઞાન પામી શકે. કલિકાલસર્વજ્ઞ પૂ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી વીતરાગસ્તોત્રમાં
(૫૩)
Page #29
--------------------------------------------------------------------------
________________
જણાવ્યું છે કે શ્રોતા શ્રાદ્ધ(શ્રદ્ધાવાળો) હોય અને વક્તા સુધી(વિદ્વાનો હોય તો આ કલિકાળમાં પણ ભગવાનના શાસનનું એકછત્રી સામ્રાજ્ય વર્તે. આજે ઠેકઠેકાણે મતમતાંતર કેમ પડે છે - તે આના પરથી સમય એવું છે. શ્રોતાઓની શ્રદ્ધા નારા પામવા માંડી છે અને વક્તાઓની વિદ્વત્તાનો હ્રાસ થવા માંડ્યો છે માટે જાતજાતના મતમતાંતર પડ્યા છે. શ્રોતાઓએ શ્રદ્ધાસંપન્ન બનવાની જરૂર છે અને વક્તાઓએ જ્ઞાનસંપન્ન બનવાની જરૂર છે. શ્રોતાઓએ પોતાની અક્કલ ન ચલાવવી અને વક્તાએ જ્ઞાન વિના બોલવું નહિ. વક્તા જે જ્ઞાની-વિદ્વાન ન હોય તો દાટ વાળ્યા વિના ન રહે. બુદ્ધિ ગમે તેટલી હોય તોપણ એને જો યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં ન આવે તો એ બુદ્ધિ કટાયા વિના ન રહે. બુદ્ધિને કામે લગાડે તો વિદ્વત્તા આવે. માર્ગને અનુસરવા માટે બુદ્ધિનું જોડાણ કરવું તેનું નામ વિદ્રત્તા. આવા વિદ્વાન પાસે શ્રદ્ધાળુ શ્રાવક સાંભળે તો તેનો સંસાર છૂટી જાય.
સ૦ અમને સાંભળવાનું મન થાય છે, કરવાનું નહિ.
માત્ર સાંભળવાથી કામ ન થાય. વ્યાયામશાળામાં જઈને કસરત કરનારાને જોયા કરે તો શરીર મજબૂત થઈ જાય ? કિનારા પર બેસેલા પાણીમાં પડેલાને તરતા જોયા કરે તો તરતાં આવડી જાય ? તરતાં શીખવું હોય તો પાણીમાં ડૂબકી મારવી પડે, તેમ સંસાર તરવો હશે તો સાધુપણામાં આવવું જ પડશે. સાંભળ્યા પછી સ્વીકારવાના બદલે દલીલ કરવાનું મન થાય છે તે શ્રદ્ધાની ખામીને સૂચવે છે. દલીલબાજીમાંથી બહાર નીકળવા અને વચનને તત્તિ કરવા માટે શ્રદ્ધાની જરૂર છે. શક્તિ હોવા છતાં શ્રદ્ધાના અભાવે શક્તિ ન ફોરવવાનું બને છે. એક વાર આચાર્યભગવંતે કહ્યું હતું કે - વીયાંતરાયનો યોપશમ મળ્યા પછી તેનો ઉપયોગ ન કરે તેવાઓ એવા એકેન્દ્રિયપણામાં જવાના કે જ્યાં અલ્પમાં અલ્પ વીર્ય મળે. મળેલી ઇન્દ્રિયોનો ઉપયોગ સારા માર્ગે ન કરે તેને ફરી તે ઇન્દ્રિયો ન મળે. ‘અયોગ્યને આગમરહસ્ય ન અપાય' એવું સાંભળ્યા પછી યોગ્યતા કેળવવાનું મન થાય ને ? સંસારને તરવાની ભાવના વિના યોગ્યતા નહિ આવે. સુખ મેળવવાની ભાવનાવાળાને આગમરહસ્ય ન અપાય, સુખ છોડવાની ભાવનાવાળાને આગમરહસ્ય અપાય. દુ:ખ વેઠવા તૈયાર ન હોય તેને પણ આગમરહસ્ય ન અપાય. આપણા પરિણામ કેવા છે ? સંસાર છૂટી જાય તો સારું કે છોડીએ તો સારું ? છૂટી જાય તો સારું - એવું હોવા છતાં છોડવો નથી માટે છૂટતો નથી.
૫૪)
આપણી વાત એ ચાલુ છે કે આયુષ્ય એ પ્રધાન ગુણ છે માટે શિષ્યને આયુષ્યમાન તરીકે સંબોધ્યો છે. અનુત્તરવાસી દેવોને સાત લવનું આયુષ્ય ખૂટ્યું માટે તેત્રીસ સાગરોપમનો ભવ વધ્યો. આના ઉપરથી પણ સમજી શકાય છે કે આયુષ્ય એ પ્રધાન ગુણ છે. ત્યાર બાદ ટીકાકારશ્રી જણાવે છે કે આ સંતેને આ પ્રમાણે ભગવાનનું વિશેષણ છે - એવો પણ અર્થ કરી શકાય છે. ‘આયુષ્યમાન એવા ભગવાને આવું કહ્યું છે' - આવો અર્થ કરવામાં ‘આયુષ્યમાન’ એ મંગલવચન છે - એમ સમજવું અથવા તો આયુષ્યમાન એટલે ‘સાક્ષાત્ જીવતા-વિચરતા હોય એવા ભગવાને કહ્યું છે" આવો અર્થ કરવાથી જેઓ આગમને અનાદિથી શુદ્ધ માને છે, અપૌરુષેય (કોઈ પુરુષથી બોલાયેલ ન હોય તેવું) માને છે તેમનું નિરાકરણ થાય છે. આગમવચન વેદની જેમ અપૌરુષેય નથી, ભગવાને સાક્ષાત્ ઉચ્ચરેલાં છે. અપૌરુષેય વચનનો સંભવ જ નથી. વચન શબ્દાત્મક છે. બોલનાર જ ન હોય તો વચન ક્યાંથી આવે ? શરીર વિના, મુખ વિના બોલવાની ક્રિયા જ થઈ ન શકે અને જે અનાદિથી શુદ્ધ હોય તે શરીર ક્યાંથી બનાવે ? આથી નક્કી છે કે અનાદિથી શુદ્ધ એવા હતા કે વચનનો સંભવ જ નથી.
અથવા તો ‘આડસંતેvi' ની છાયા ‘ભાવસંતેvi' કરી 'મા'નું પોતાનું વિશેષણ કરીએ તો ગુરભગવંતનાં ચરણોમાં વસતા માં રહેતા એવા મેં (સુધર્માસ્વામીજીએ) આ પ્રમાણે સાંભળ્યું છે... આવો અર્થ થાય. આ રીતે શ્રી સુધર્માસ્વામીજી પોતાના ગુરૂકુળવાસને જણાવવા દ્વારા એમ સૂચિત કરે છે કે - ગુરકુળવાસમાં જ્ઞાનાદિની વૃદ્ધિ થતી હોવાથી શિષ્ય હંમેશાં ગુરુચરણના સેવક બનીને રહેવું જોઈએ. ગમે તેટલા જ્ઞાની બનીએ તો ય ગુરુભગવંતને છોડવા નહિ. શ્રુતજ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી પણ ચૌદપૂર્વના રચયિતા એવા શ્રી સુધર્માસ્વામીજીએ ગુરને-પરમગુરને છોડ્યા નથી. ભગવાન આજ્ઞા કરે ને જવું પડે - એ જુદી વાત. એ જ રીતે શિષ્ય ગમે તેટલો સમર્થ બને તો ય ગુને છોડીને ન જાય. તમે પણ ગમે તેટલા પૈસાદાર થઈ જાઓ તો પણ તમારે માબાપને છોડીને ન જવાય : બરાબર ને ? મા-બાપ આપણને છોડીને જાય એ બને પણ આપણે મા-બાપને છોડીને ન જવું. શિષ્ય ગમે તેટલો જ્ઞાની બને, પ્રચંડ પ્રતિભાનો સ્વામી બને, પનોતા પુણ્યનો સ્વામી બને છતાં ગુરની સાથે જ વિચરે. ગુરુને પોતાની સાથે રાખે - એવું નહિ, પોતે ગુરુની સાથે કાયમ
(૫૫)
Page #30
--------------------------------------------------------------------------
________________
માટે રહે - એવું જણાવવા અહીં ટીકામાં ‘જુવરાસેવિના માવ્ય' કહ્યું છે. ગુરુકુળવાસમાં રહેવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. જે ભણેલા હોય તે બીજાને ભણાવે. તેના કારણે તેના જ્ઞાનની નિર્મળતા થાય. જે ભણેલા ન હોય તેને ભણાવનારનો યોગ મળે : આ રીતે બન્ને પ્રકારે જ્ઞાન વધે છે. કૂવામાંથી પાણી ઉલેચવામાં ન આવે તો કૂવો પાણી ન આપે, તેમ યોગ્ય શિષ્યને ભણાવીએ નહિ તો જ્ઞાન પણ કટાઈ જશે. ગુરૂકુળવાસમાં ભણનારા પણ અનેક મળે અને ભણાવનારા પણ અનેક મળે. ગુરકુળવાસમાં રહેવાથી જ્ઞાનના ભોજન બનાય, સમ્યગ્દર્શન સ્થિર બને અને ચારિત્ર નિર્મળ બને. કંઈક પણ ભૂલ થાય તો આમ ન કરાય, આમ ન બોલાય, આમ ન વર્તાય, આમ ને બેસાય..... આવું કહેનારા દસ જણા મળી આવે. બે જણ હોય તો કોણ કોને ભણાવે ? અને કોણ કોને હિતશિક્ષા આપે ? ગુરભગવંત પ્રત્યે, ભગવાન પ્રત્યે અખૂટ શ્રદ્ધા હોય તો ગુરુકુળવાસમાં રહેવાય. ગુર ન ભણાવે તો ય ગુરુથી છૂટા નથી થવું - આટલી પ્રામાણિકતા કે ખાનદાની હોય તો નક્કર પરિણામ આવે. જેનામાં આટલી યોગ્યતા ન હોય તેની આગળ આગમ વાંચવું તે અરણ્યરુદન કરવા જેવું છે.
આ રીતે મડસતેમાં ની વ્યાખ્યા ત્રણ પ્રકારે કર્યા બાદ હવે ચોથી રીતે વ્યાખ્યા કરતાં જણાવે છે કે, મામુસંતે જે ની સંસ્કૃત છાયા ‘મામૃશતા' કરીએ તો ‘ભગવાનના ચરણકમળને પોતાના ઉત્તમાંગ (મસ્તક) વડે સ્પર્શ કરતા એવા મારા વડે આ પ્રમાણે સંભળાયું છે' - આવો અર્થ થાય. આવો અર્થ કરવા દ્વારા વિનયના આચરણની મહત્તા જણાવી છે. વિનયગુણ સૌથી મહત્ત્વનો છે. ગુરુ પાસે ભણવા જઈએ તો માથું ઊંચું કરીને ન બેસાય, માથું નીચું રાખીને બેસવું જોઈએ. વર્તમાનમાં આવા વિનયની વાત કરીએ તો વ્યવહાર ન લાગે ને ? હાસ્યાસ્પદ લાગે ને ? માટે જ શ્રદ્ધાસંપન્ન શ્રોતાની જરૂર છે. એક શબ્દના અનેક અર્થ થાય છે, પણ તે કઈ રીતે કરાય - એ સમજાય છે ને ? ટીકાકારશ્રીએ ‘મારૂસંતે' શબ્દના ચાર અર્થ કરી બતાવ્યા છે, પરંતુ ચારે અર્થ પ્રકરણસંગત છે અને વિશિષ્ટ બોધ કરાવનારા છે. ભવથી તરવું છે અને મોક્ષે પહોંચવું છે - આટલી યોગ્યતા આગમશ્રવણ માટે કેળવી લેવી છે, વિનયપૂર્વક અધ્યયન કરવું છે અને ગુરૂકુળવાસ છોડવો નથી : આટલું જ સાધુસાધ્વી નક્કી કરી લે તો તેમનું જીવન અપ્રતિમકોટિનું બની જાય. આજે આજ્ઞાનિરપેક્ષ જીવન ગમે છે, આજ્ઞાસાપેક્ષ જીવન ગમતું નથી - એ જ મોટામાં મોટી તકલીફ છે.
૬)
આ છજીવનિકા નામનું અધ્યયન શ્રમણ ભગવાન મહાવીર કે જેઓ કાશ્યપગોત્રના હતા તેમણે જણાવ્યું છે. જે જ્ઞાનદર્શનચારિત્રની આરાધના માટે શ્રમ કરે છે તેને શ્રમણ કહેવાય છે. આમ તો બધા ભગવાન શ્રમણ કહેવાય છે, પરંતુ શ્રી મહાવીર પરમાત્માને કેવળજ્ઞાન પામવા માટે જેટલો શ્રમ પડ્યો હતો તેટલો બીજા તીર્થકરોને નથી પડ્યો. આથી તેઓનું શ્રમણ આ પ્રમાણે નામ પ્રસિદ્ધ છે. જેમ પ્રગટપ્રભાવી કે પુરુષાદાનીય શબ્દ બોલતાંની સાથે શ્રી પાર્શ્વનાથ ભગવાન યાદ આવે છે તેમ શ્રમણ ભગવાન બોલતાંની સાથે શ્રી મહાવીરપરમાત્મા યાદ આવે. બીજા તીર્થકરોમાં આ શ્રમણપણું શક્તિરૂપે પડેલું હોવા છતાં તેઓશ્રીને તેવા પ્રકારના કર્મયોગે પરિષહ-ઉપસર્ગ વીર પરમાત્મા જેવા આવ્યા નથી. જ્યારે ભગવાન તો જન્મથી જ પરિષહ અને ઉપસર્ગ સહન કરવા માટે શ્રમ કરનારા હોવાથી તેમને શ્રમણ કહેવાય છે. આવા ભગવાને જીવનિકા નામનું અધ્યયન જાતે કેવળજ્ઞાન પામ્યા પછી જણાવ્યું (પ્રવેદિત) છે. તેમ જ સ્વાખ્યાત એટલે દેવ અને મનુષ્યની પર્ષદામાં બધાને સમજાય એવી ભાષામાં કહેલું છે. ભગવાને જે દેશના આપી છે તે લોકભોગ્ય ભાષામાં આપી છે. તત્ત્વની વાત પણ લોકોને સમજાય એવી રીતે જણાવવી જોઈએ. સાંભળનારને એમ કહેવું પડે કે તત્ત્વ ઊંચું હતું પણ સમજાયું નહિ - તેને સુ-આખ્યાત ન કહેવાય. સામા માણસને સંશય, વિપર્યય કે અનધ્યવસાય ન થાય એ રીતે જણાવવું તેને સ્વાખ્યાત કહેવાય. સંશય એટલે દ્વિધાભર્યું જ્ઞાન. સામા માણસને દ્વિધા થાય કે - ‘આ બરાબર હશે કે આ ?' એવું ન બોલવું. વિપર્યય એટલે એવું ન હોય તેવું જણાય - વિપરીત જ્ઞાન જેમાં થાય તેને વિપર્યય કહેવાય છે. શ્રોતાને આવો વિપર્યય થાય એવું ન બોલવું. તેમ જ અનધ્યવસાય એટલે અત્યંત અસ્પષ્ટ જ્ઞાન. જાણવા છતાં શું જાણ્યું તે ન જણાય - તે અનધ્યવસાય; જેમ કે રસ્તે ચાલતા પગ નીચે જે આવે તેનું જ્ઞાન અનધ્યવસાયાત્મક હોય છે. કારણ કે પગ નીચે કંઇક આવ્યું એમ જણાય, પણ શું આવ્યું તે ન જણાય. આ રીતે સંશય ન થાય તેવું સ્પષ્ટ બોલવું, જેવું હોય તેવું બોલવું તેને સ્વાખ્યાત કહેવાય. સ્પષ્ટપણે જણાવ્યું હોવા છતાં, ધ્યાન ન રાખવાના કારણે ન સમજાય એટલામાત્રથી વચન અસ્વાખ્યાત ન કહેવાય. આપણે અજ્ઞાન છીએ કે અજ્ઞાનીનો ડોળ કરીએ છીએ ? જ્ઞાન આપવા છતાં તેને બાજુ પર મૂકી તેનો ઉપયોગ કર્યા વગર જીવે તેના કારણે દેશનાની ખામી ન ગણાય.
Page #31
--------------------------------------------------------------------------
________________
રચના તે વખતના દ્રવ્યક્ષેત્રકાળભાવને આશ્રયીને કરવામાં આવી છે, વર્તમાનના દ્રવ્યાદિ તેને અનુકૂળ ન હોવાથી આ સૂત્રોમાં બતાવેલ માર્ગ વર્તમાનમાં વ્યવહારુ નથી... આવું બોલી-બોલીને જ્યાં અપવાદનું સ્થાન ન હોય ત્યાં પણ અપવાદના નામે માર્ગમાં કાપકૂપ કરવા માંડી છે. ભગવાને બતાવેલો અપવાદમાર્ગ તો ઉત્સર્ગમાર્ગને સ્થિર કરનારો હતો, જ્યારે આ દ્રવ્યાદિના નામે સેવાતા અપવાદ તો ઉત્સર્ગમાર્ગનો લોપ કરનાર છે. પરમાત્માના સિદ્ધાંત કે પરમાત્માની આજ્ઞા પ્રત્યે પ્રેમ નથી – તેનું આ પરિણામ છે. તમને પણ પરમાત્માની આજ્ઞા પ્રત્યે કેટલો પ્રેમ છે ? પરમાત્માનું મંદિર ન બંધાયાનું દુ:ખ છે કે તેમની આજ્ઞા ન પાળ્યાનું દુ:ખ છે ? દીક્ષા ન લેવાય - એવું ય બને અને મંદિર ન બંધાવી શકાય - એવું ય બને. છતાં દુ:ખ શેનું થાય ? પૈસા મળે, સંયોગો ગોઠવાય તો મંદિર બંધાવવું છે - એવો વિચાર આવે, પણ શક્તિ મળે તો દીક્ષા લેવી છે - એવો વિચાર ન આવે ને ?
પ્રવેદિત અને સ્વાખ્યાત પછી સુન્નત્તા-સુપ્રઝમ જણાવ્યું છે. આ જીવનિકાય નામનું અધ્યયન ભગવાને પોતે સારી રીતે પાળીને પછી બતાવ્યું છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે તેનું પાલન કરીને પછી પોતે જેટલું પાળ્યું તેના અનંતમા ભાગે આપણને બતાવ્યું છે, જેથી કોઈ એમ કહી ન શકે કે ભગવાને અશક્ય વસ્તુનો ઉપદેશ આપ્યો છે. ‘પવેઇઆ’, ‘
સુ ખાયા’ અને ‘સુન્નત્તા’ આ ત્રણ પદોનો અર્થ જેને સમજાય અને યાદ રહે તેને ભગવાનના વચનમાં ક્યારેય શંકા ન પડે. આવાં શાસ્ત્રવચનોનું સંશોધન કરવાનું હોય કે તેનો સ્વીકાર કરવાનો હોય ? નિરૂપણના ધોરણે કે પ્રયોગાત્મક ધોરણે જેનું સંશોધન થઈ ચૂક્યું છે તેમાં સંશોધન શું કરવાનું ? જે વચનમાં શંકાને અવકાશ નથી, જેમાં અશક્ય અનુષ્ઠાનનો ઉપદેશ નથી, જે વચન જ્ઞાનથી પરિપૂર્ણ છે તે વચન પાળવા તૈયાર થવાનું કે તેમાં વિકલ્પ કરવા બેસવાનું ? ભગવાનનું વચન સમજાઈ ગયા પછી તેને આચરવા તૈયાર થયું છે.
સવ ભગવાન તો સમર્થ હતા, અમે અસમર્થ છીએ તો કઈ રીતે આચરી શકીએ ?
ભગવાનને સમર્થ માનો છો ખરા ? જે ભગવાનને સમર્થ અને તમારી જાતને અસમર્થ માનતા હો તો દ્રવ્યક્ષેત્રકાળભાવ જોવા ન નીકળતા. ભગવાને આ કાળ અને આ ક્ષેત્ર માટે જેવો આચાર બતાવવો જોઈએ એવો જ આચાર બતાવ્યો છે, હવે એમાં બાંધછોડ નથી કરવી. ભગવાનનું વચન પાળવાનું સામર્થ્ય ન હોય તોપણ ભગવાનના વચનમાં ફેરફાર કરવાનું સાહસ ખેડવું નથી. જે ભગવાનની આજ્ઞાને માથે ચઢાવે તેને સંઘ કહેવાય. સંઘ તો ભગવાનની આજ્ઞામાં હોય, પોતાની ધારણા પ્રમાણે કાયદા ઘડનાર ન હોય.
સવ બધા ભેગા મળીને નિર્ણય કરે તો ?
બધા ભેગા મળીને નક્કી કરે કે ‘તમારા ઘરે ચોરી કરવી’ તો કરવા દો કે પોલીસને બોલાવો ? બહુમતીએ લીધેલા નિર્ણયો માન્ય કોટિના ખરા ને ? બધા ભેગા થઈને તમારા ઘરે ચોરી કરે એ ન ચાલે અને અહીં ભગવાનના માર્ગનો લોપ કરે, પરમપદના પ્રગટ ચોર બને - એ ચાલે ? ભગવાનની આજ્ઞાને માથે રાખે તેને જ સંઘ કહેવાય. જે આજ્ઞાને માનનારો હોય તે આજ્ઞાથી નિરપેક્ષપણે એકે ઠરાવ ન કરે. આજે તો ઘણા આચાર્યો પણ બોલવા માંડ્યા છે કે - આ સૂત્રોની
(૫૮) =
શ્રમણ ભગવાન મહાવીરે જે પજવનિકા નામનું અધ્યયન સારી રીતે જણાવ્યું છે તે અધ્યયન ધર્મની પ્રજ્ઞપ્તિ અર્થાત્ ધર્મના જ્ઞાનનું અને ધર્મની પ્રાપ્તિનું કારણ હોવાથી તે ભણવું એ મારા માટે શ્રેયસ્કર છે, કલ્યાણકર છે. આ પ્રમાણે શ્રી સુધર્માસ્વામીજીએ કહ્યા બાદ તેમના શિષ્ય શ્રી જંબુસ્વામીજી તેમને પૂછે છે કે - તે છજીવનિકા નામનું અધ્યયન કર્યું છે કે – જે શ્રી મહાવીરપરમાત્માએ જણાવ્યું છે અને ધર્મપ્રાપ્તિનું કારણ હોવાથી મારે ભણવું કલ્યાણકારી છે ? આ રીતે અહીં જે શિષ્યનું પ્રશ્નવાક્ય જણાવ્યું છે તે એવું સમજાવવા માટે છે કે મોક્ષના અભિલાષી અને સમ્યજ્ઞાનાદિની પ્રત્યે અવિતથ શ્રદ્ધા ધરાવનાર શિષ્ય અભિમાનનો ત્યાગ કરી સર્વ કાર્યો ગુરુને પૂછીને જ કરવાં, દરેક વાતમાં ગુરુને પૂછવું. ત્યાર બાદ શ્રી સુધર્માસ્વામીજી પણ 'તે અધ્યયન આ પ્રમાણે છે...' ઇત્યાદિ દરેક પદોનો અનુવાદ કરીને જણાવે છે. આના ઉપરથી એ સૂચવ્યું છે કે ગુણવાન શિષ્યને ગુરુએ ઉપદેશ આપવો જ જોઈએ. એની ઉપેક્ષા ન કરવી જોઈએ. હવે તે છyવનિકાય કયા પ્રકારના છે તે જણાવે છે :
तंजहा - पुढविकाइया आउकाइया तेउकाइया वाउकाइया वणस्सइकाइया तसकाइया । पुढवी चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं, आउ चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ
(૫૯)
Page #32
--------------------------------------------------------------------------
________________
सत्थपरिणएणं, तेऊ चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं, वाऊ चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं, वणस्सई चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं, तंजहा - अग्गबीया मलबीया पोरबीया खंधबीया बीयरुहा समुच्छिमा तणलया, वणस्सइकाइया सबीया चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं ।। से जे पुण इमे अणेगे बहवे तसा पाणा, तंजहा - अंडया पोयया जराउया रसया संसेइमा संच्छिमा उब्भिया उववाइया । जेसिं केसिंचि पाणाणं अभिक्वंतं पडिकंतं संकुचियं पसारियं रुयं भंतं तसियं पलाइयं आगइगइविन्नाया जे य कीडपयंगा जा य कंपिपीलिया सव्वे बेइंदिया सव्वे तेइंदिया सव्वे चउरिदिया सव्वे पंचिदिया सव्वे तिरिक्खजोणिया सव्वे नेरइया सव्वे मणुआ सव्वे देवा सव्वे पाणा परमाहम्मिआ । एसो खलु छठ्ठो નવનિજાગો તHવાડ ત્તિ પવુ // (-)
તે છજીવનિકાય આ પ્રમાણે છે - પૃથ્વીકાયિક (પૃથ્વીકાય), અષ્કાયિક, તેઉકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, ત્રસકાયિક : આ છયે જીવનિકાયમાં જીવત્વને જણાવવા માટે આગળનાં પદો છે કે – જે પૃથ્વી શસ્ત્રથી પરિણત ન હોય અર્થાત્ જેના પર શસ્ત્ર લાગેલું ન હોય તે પૃથ્વી પૃથર્ આત્મા છે જેમના એવા અનેકજીવોવાળી હોવાથી સચિત્ત-ચિત્તવાળી કહેલી છે. એ જ રીતે પાણી, તેજ-અગ્નિ, વાયુ અને વનસ્પતિ પણ જો શસ્ત્રથી પરિણત ન હોય તો તે જુદાજુદા આત્માવાળા - અનેકજીવોવાળા હોવાથી સચિત્ત કહેલા છે. વનસ્પતિના અનેક ભેદ કહ્યા છે, તે આ પ્રમાણે - અગ્રબીજવાળી, મૂળસ્વરૂપ બીજવાળી, પર્વસ્વરૂપ બીજવાળી, સ્કંધરૂપ બીજવાળી, બીજગુહ અર્થાત્ બીજ વાવવાથી ઊગનારી, જેનું બીજ પ્રસિદ્ધ નથી તેવા ઘાસ વગેરે અને તૃણલતા વગેરે અનેક ભેદવાળી સબીજ વનસ્પતિ જો શસથી પરિણત ન હોય તો તે પૃથઆત્માવાળા - અનેકજીવોવાળી વનસ્પતિ સચિત્ત કહેલી છે. હવે ત્રસકાયને જણાવતાં કહે છે કે - જે આ અનેક પ્રકારવાળા ઘણા ત્રસ પ્રાણીઓ છે, તે આ પ્રમાણે - અંડજ - ઈંડામાંથી ઉત્પન્ન થનાર, પોતજ, જરાયુજ, રસજ, સંસ્થેદિમ - પરસેવાથી ઉત્પન્ન થનાર, સંમૂર્છાિમ, ઉભિજી, ઔપપાતિક જીવો છે કે જે પ્રાણીઓનું અભિક્રમણ - સામે આવવાનું થાય છે, પ્રતિક્રમણ - પાછા ફરવાનું થાય છે, સંકોચાવાનું, પ્રસાર
પામવાનું, અવાજ કરવાનું. ભમવાનું, ત્રાસ પામવાનું - ઉદ્વેગ પામવાનું બને છે તેમ જ જે જીવો પોતાની જવા-આવવાની ક્રિયાને જાણનારા છે; જે કૃમિપતંગિયા કે કંથવા-કીડી વગેરે સર્વે બેઈન્દ્રિય, સર્વે તેઇન્દ્રિય, સર્વે ચઉરિન્દ્રિય, સામાન્યથી સર્વે પંચેન્દ્રિય, વિરોષથી સર્વે ગાય વગેરે તિર્યંચયોનિ વાળા, સર્વે નારકો, સર્વે મનુષ્યો, સર્વે દેવો... આ સર્વે પ્રાણીઓ પરમધર્મ અર્થાત્ સુખના અભિલાષી છે... આ કીડા વગેરે સ્વરૂપ છઠ્ઠો જીવનિકાય ત્રસકાય કહેવાય છે.
શ્રી દશવૈકાલિકસૂત્રના ચોથા અધ્યયનના આ પહેલા સૂત્રમાં જીવનું જ્ઞાન વિસ્તારથી આપ્યું છે. આમ તો આપણા પરમ પુણ્યોદયે જૈનશાસનમાં જનમવાના કારણે, આગળ વધીને સદગુરનો યોગ થવાથી પૃથ્વીકાય વગેરેને આપણે જીવ તરીકે જાણીએ છીએ, પરંતુ એ જ્ઞાન શેના માટે છે તે લગભગ જાણતા નથી. અહીં ગ્રંથકારશ્રી બધા જીવોને સુખના અભિલાષી તરીકે જણાવવા દ્વારા એમ ફરમાવવા માંગે છે કે કોઇ પણ જીવને દુ:ખ ન આપવું. જીવનું જ્ઞાન જીવની હિંસાથી વિરામ પામવા માટે છે, માત્ર તત્ત્વજ્ઞાન પામવાથી વિસ્તાર નથી થવાનો. આથી જ જીવાજીવના જ્ઞાનનો અધિકાર પૂરો થયા પછી બીજો ચારિત્રનો અધિકાર જણાવ્યો છે. એક પણ જીવની હિંસા કર્યા વગર કઈ રીતે જિવાય તેનો ઉપાય આ ચારિત્રધર્મમાં જણાવ્યો છે. જૈનશાસનમાં આચારથી છૂટકારો કોઈને ન મળે. આરાધક હોય કે પ્રભાવક હોય, નાના હોય કે મોટા હોય, અભ્યાસી હોય કે અભ્યસ્તદશાવાળા હોય : આચારનું પાલન દરેક માટે ફરજિયાત છે. તત્ત્વનો અવગમ એ જ્ઞાન છે, તત્ત્વની રુચિ એ શ્રદ્ધા છે અને તત્ત્વની પરિણતિ એ ચારિત્ર છે. તેમાંથી માત્ર તત્ત્વજ્ઞાની થઈને ચાલ્યા જાય એ ન ચાલે. જેને તત્ત્વજ્ઞાન જોઈએ અને તત્ત્વની પરિણતિ ન જોઈએ તેને ભણાવવાનો સખત નિષેધ છે. ગૃહસ્થને ભણાવવાની ના પાડી છે તે પણ આ જ આશયથી ના પાડી છે કે તેમને તત્ત્વની પરિણતિ પ્રાપ્ત થતી નથી. ચૌદ રાજલોકના કોઈ પણ જીવને દુભવ્યા વગર જીવવાનું સામર્થ્ય કેળવવું છે. નજરે દેખાતા જીવને પણ દુભવ્યા વગર જીવવાની તૈયારી ન હોય તો અહીં સુધી કઈ રીતે પહોંચાશે ? આજે તો પૃથ્વી વગેરેમાં જીવને માનનારા મા-બાપ સાથે, ઘરના સાથે બાખડતા હોય - એવું બને ને ? ભણ્યા પછી આચરીએ નહિ તો મુસીબતનો પાર નથી. જેઓ કલેશકંકાસ કરે, કષાયને આધીન થઈને વર્તે તેઓ પોતાના જ્ઞાનને નિંદાપાત્ર બનાવવાનું
Page #33
--------------------------------------------------------------------------
________________
તે આપણી જાતને સુધારવા માટે આવ્યા છીએ, બીજાને સુધારવા માટે નહિ; તો તેઓ ઘણા દોષોથી બચી જાય. એટલું પણ નક્કી રાખવું છે કે જે ફરીયાદ કરવી હોય તે દોષ આપણામાં ન હોવો જોઈએ ! આમ તો કોઈના દોષ બતાવવા જ નથી. છતાં તમને સુધારવાનું બહુ મન હોય અને તેથી દોષ બતાવવો જ હોય તોય એટલો તો નિયમ રાખવો કે આપણામાં જે દોષ હોય એવો દોષ બીજાનો ન બતાવવો. બીજાના દોષ ગાવાનું બહુ મન થાય તો આપણી જાત સામે જોઈ લેવાનું. નિંદા કરવાની ટેવ પડી હોય અને તે જતી ન હોય તો પણ આટલી મર્યાદા બાંધવી છે કે આપણામાં જે દોષ ન હોય તેની નિંદા કરવી. એક સ્ત્રી અનાચારી, હતી તેથી તેને બધા પથ્થર મારતા હતા. એ જોઈને એક સંતપુરુષે બધાને એક ક્ષણ માટે ઊભા રાખીને કહ્યું કે - જેને પથ્થર મારવા હોય તે ભલે મારે, પણ જેણે જીવનમાં એક પણ અનાચાર સેવ્યો હોય, એક પાપ ક્યું ન હોય તેણે પથ્થર મારવા. બધા શું કરે ? હાથ હેઠા જ પડે ને ?
કામ કરે છે. જ્ઞાન મેળવ્યા પછી ચારિત્ર લીધા વિના ન રહેવું - એ આ ગ્રંથનો સાર છે. આ સંસારમાં અનંતાનંત જીવો છે. કોઈ પણ જીવને દુ:ખ લેશમાત્ર પણ ગમતું નથી, છતાં આ સંસારમાં કોઈને દુઃખ આપ્યા વગર જીવી શકાતું નથી - આટલું સમજાય તો એટલા ખાતર પણ સંસારનો ત્યાગ કરવાનું મન થયા વિના નહિ રહે. બીજાને પીડા ન આપવાના કારણે આપણે સમાધિનો અનુભવ અંશે કરી જોયો છે ને ? તો ચૌદ રાજલોકના જીવને અભય આપવાથી કેવી સમાધિ મળે, એની કલ્પના આવે ને ? સંસારનું આવું સ્વરૂપ જાણ્યા પછી, સાધુપણામાં આવ્યા પછી પણ કોઈને દુ:ખ ન પહોંચાડવાનો પરિણામ જાગતો નથી માટે સાધુપણામાં ભલીવાર આવતો નથી. નિરવદ્ય-નિર્દોષ જીવન જીવવાનું સહેલું છે પણ જ્યણાપૂર્વકનું જીવન જીવવાનું કામ કરવું છે. પ્રવૃત્તિ નિષ્પાપ બનવી – એ જુદું છે અને પરિણામમાં યતના આવવી - એ જ છે. ‘આ સંસારમાં દુઃખ વેઠવું પડે છે' એના બદલે ‘આ સંસારમાં દુ:ખ આપવું પડે છે' - એ પરિણામ વધુ મહત્ત્વનો છે. માત્ર ઘરના લોકોને પણ દુ:ખ આપ્યા વગર જીવવાનું કામ કપરું છે, તો ચોદ રાજલોકના જીવોને દુ:ખ આપ્યા વગર જીવવાનું કેટલું કપરું છે - એ સમજી શકાય એવું છે. આપણા ઘરના લોકોને આપણે દુ:ખ નથી આપતા ને ? ઘરના ઘાટીને પણ દુ:ખ નથી આપવું - આટલો વિચાર આવે ?
સવ આપણને અનુકૂળ વત્તે તેને દુઃખ ન આપવું !
એટલું ય નક્કી રાખવું છે ? અનુકૂળતા આપનારને દુ:ખ નથી આપવું - એટલું નક્કી રાખો તો ય નિતાર થઈ જાય. ઘરના લોકોએ ક્યારે ય આપણી અનુકૂળતા સાચવી નથી ને ? વર્તમાનમાં નથી સાચવતા ? અમારાં સાધુસાધ્વી પણ વિચારે કે ગુરભગવંત કે સહવર્તીએ આપણી કેટલી અનુકૂળતા સાચવી છે – તો તેઓ ગુર્નાદિકને દુ:ખ થાય તેવું વર્તન નહિ કરી શકે.
સ૦ સાધુપણામાં સાધુ સાધુને શું દુ:ખ આપે ?
સાધુપણામાં આવેલા જો પોતાનું સાધુપણું ભૂલી જાય તો તમે ન આપો એવું દુ:ખ સાધુ સાધુને આપે ! એકબીજાની ચાડી ખાવી, નિંદા કરવી, અપમાન કરવું, ઉતારી પાડવું, કહેલું ન માનવું... આવા અનેક પ્રકારનાં દુ:ખ આપવાનું બની શકે. સાધુસાધ્વી એટલું નક્કી કરી લે કે સાધુપણામાં આપણે આવ્યા છીએ
આ સંસાર અનંતદુ:ખમય હોવા છતાં છૂટતો કેમ નથી ? સુખની લાલચે દુઃખ ભોગવવા માટે ટેવાઈ ગયા છીએ અને બીજાને દુ:ખ આપતાં આંચકો નથી આવતો માટે. દુ:ખ વેઠવાનો અભ્યાસ ગમે તેટલો હોય તોપણ દુ:ખ આપવું પડે છે માટે સંસાર નથી જોઈતો - આટલું નક્કી કરવું છે ? દુ:ખ વેઠવાના ઉદ્દેગને બદલે દુઃખ આપવામાં ઉદ્વેગ આવે તો સંસાર ક્ષણવારમાં છૂટી જાય. આપણે આપણને કોણ કોણ દુ:ખ આપે છે એનો વિચાર કરીએ છીએ જ્યારે શાસ્ત્રકાર પરમર્ષિએ આપણે કોને કોને દુ:ખ આપીએ છીએ - તે જણાવવા માટે છજીવનિકાય અધ્યયન બતાવ્યું છે. આપણે દુ:ખની ફરીયાદ તો એવી રીતે કરીએ કે જાણે આ સંસારમાં બધા આપણને દુ:ખ આપવા જ સર્જાયા ન હોય ?! આપણને કોણ કોણ હેરાન કરે છે, તેની નોંધ આપણી પાસે છે. પણ આપણે કોને કોને હેરાન કરીએ છીએ એની નોંધ આપણી પાસે નથી. તેથી આ અધ્યયનની રચના કરી છે. આટલા જીવોને દુ:ખ આપવું પડતું હોય એવા સંસારમાં રહેવાનું શું કામ છે - આવો વિચાર આવે ને ?
પૃથ્વીકાયાદિનું લક્ષણ કરતાં જણાવે છે કે કાઠિન્યાદિલક્ષણવાળી પૃથ્વી છે કાયા જેની તેને પૃથ્વીકાય કહેવાય છે. પૃથ્વીમાં જેવી કઠિનતા છે તેવી બીજે
Page #34
--------------------------------------------------------------------------
________________
નથી તેથી કાઠિન્ય એ પૃથ્વીનું લક્ષણ છે. અહીં એટલું યાદ રાખવું કે – પૃથ્વી એ જીવ નથી. પૃથ્વી અને પૃથ્વીકાય બંન્ને જુદા છે. પૃથ્વીકાય એ જીવ છે અને પૃથ્વી એ જીવનું શરીર છે. ‘આ ગધેડો છે જેનો એવો કુંભાર' આવું બોલીએ તેમાં કુંભાર અને ગધેડો : બંન્ને એક ન હોય ને ? તેમ ‘પૃથ્વી કાયા છે જેની તે પૃથ્વીકાય' અહીં પણ પૃથ્વી અને પૃથ્વીકાય એક નથી. પૃથ્વીરૂપ કાયા ગઘેડાના સ્થાને છે અને કુંભાર પૃથ્વીકાયના સ્થાને છે. ગધેડો કુંભારનો છે તેમ પૃથ્વી એ પૃથ્વીકાય જીવોનું શરીર છે. પૃથ્વીને શરીર તરીકે માનવાના કારણે જ તેમાં જીવ છે – એની સિદ્ધિ થઈ જાય છે, કારણ કે જીવના આશ્રયને શરીર કહેવાય છે. જેટલાં શરીર છે તે બધાં જ જીવાશ્રય છે. ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાયને કોઈ શરીર નથી કહેતું, કારણ કે તેમાં જીવ નથી. જે જીવોનું શરીર પૃથ્વી છે તે જીવોને પૃથ્વીકાય જીવો કહેવાય છે. તે પૃથ્વીકાય શબ્દને સ્વાર્થમાં બ્લ્યૂ પ્રત્યય કરવાથી પૃથ્વીકાયિક શબ્દ બને છે. એ જ રીતે પાણી છે કાયા જેની તેવા જીવોને અસ્કાય કહેવાય છે. પ્રવાહીરૂપ વસ્તુ હોય તેમાં સામાન્યથી અપ્લાયના જીવો છે એમ સમજી લેવું. પાણીને અપ્કાય ન કહેવાય. પાણી એ અપ્કાયનું શરીર છે. એ જ રીતે અગ્નિ છે શરીર જેનું તેવા જીવોને તેઉકાય કહેવાય છે. પવન છે શરીર જેનું તેવા જીવોને વાયુકાય કહેવાય અને વનસ્પતિ છે શરીર જેનું તેવા જીવોને વનસ્પતિકાય કહેવાય છે. તેમ જ ત્રાસ પામવાના સ્વભાવવાળા, હલનચલન કરતા, ત્રસ છે કાયા જેમની તેવા જીવોને ત્રસકાય કહેવાય છે. અહીં પૃથ્વીકાયાદિમાં એકેક અનુમાનથી જીવત્વની સિદ્ધિ કરી છે, વિસ્તારથી શ્રી આચારાંગસૂત્રમાં કરી છે. ત્રસકાય જીવો તો હાલતાચાલતા દેખાતા હોવાથી તેમાં જીવત્વ પ્રત્યક્ષસિદ્ધ છે, તેથી તેમાં અનુમાન આપવાની જરૂર નથી. હવે પૃથ્વીકાયાદિ જીવોનો ક્રમ આ પ્રમાણે કેમ આપ્યો છે – તેનું કારણ જણાવે છે : બધા જીવોનો આધાર પૃથ્વી હોવાથી સૌથી પહેલાં પૃથ્વીકાયિકજીવોનું ગ્રહણ કર્યું છે. અન્યદર્શનકારો આકાશને સર્વનો આધાર માને છે. જોકે આકાશને આધાર માન્યા પછી પણ આકાશમાં અધ્ધર તો નહિ રહેવાય તેથી પૃથ્વીને બધાનો આધાર મનાય છે. આકાશ સર્વ દ્રવ્યનો આધાર છે. તેમાંથી પૃથ્વી આકાશના આધારે રહે છે, પણ બીજાં જીવાદિક દ્રવ્યો પૃથ્વીના આધારે રહે છે. તેથી પહેલાં પૃથ્વીકાયના જીવો જણાવ્યા. ત્યાર બાદ પૃથ્વીના પેટાળમાં પાણી રહેતું હોવાથી
(૬૪)
અસ્કાય બતાવ્યા. પાણીનો પ્રતિપક્ષ (વિરોધી) અગ્નિ હોવાથી અપ્લાય પછી તેઉકાય જણાવ્યા છે. અગ્નિને ઉપદંભ કરનાર અર્થાદ્વધારનાર પવન હોવાથી અગ્નિકાય પછી વાઉકાય જણાવ્યા છે. ત્યાર બાદ વાયુનું અનુમાન શાખા વગેરેના હલનચલન ઉપરથી કરાતું હોવાથી વાયુકાય પછી વનસ્પતિકાય બતાવ્યા અને ત્યાર બાદ વનસ્પતિ ત્રસજીવોની ઉપગ્રાહક હોવાથી અર્થાત્ ત્રસ જીવો ઉપર ઉપગ્રહ-ઉપકાર કરનાર હોવાથી વનસ્પતિકાય પછી ત્રસકાયજીવો જણાવ્યા.
સ∞ વાયુ સ્થાવરજીવ છે તો તેની ગતિ કઈ રીતે થાય ?
વાયુની ગતિ સ્વભાવથી થાય છે. કાંટાની તીક્ષ્ણતા જેમ સ્વભાવથી હોય છે તેમ અગ્નિ અને વાયુની ગતિ સ્વભાવથી હોય છે. તેઉ અને વાઉ સ્થાવર હોવા છતાં ગતિથી ત્રસ હોવાથી તેમની ગતિ થાય છે. તમે ત્રસ અને સ્થાવરની વ્યાખ્યા ખોટી કરો છો. જે હલનચલન કરે તે ત્રસ અને હલનચલન ન કરે તે સ્થાવર : એવી વ્યાખ્યા નથી. જે ત્રસનામકર્મના ઉદયવાળા હોય તેમને ત્રસ કહેવાય અને સ્થાવરનામકર્મના ઉદયવાળા હોય તેમને સ્થાવર કહેવાય. તેઉ અને વાયુ કર્મથી સ્થાવર હોવા છતાં ગતિથી ત્રસ છે તેથી તેમને શાસ્ત્રમાં ગતિત્રસ કહ્યા છે.
હવે પૃથ્વી વગેરે, જીવોનાં શરીર હોવાથી તે સચિત્ત હોય છે – તે જણાવે છે. પૃથ્વી સચિત્ત છે એટલે કે સજીવ છે. આના ઉપરથી પણ પૃથ્વી એ જીવ નથી, જીવવાળી છે – એમ સમજી શકાય છે. આ પૃથ્વી પાછી અનેક જીવવાળી છે. વેદાંતીઓ 'પૃથિવી દેવતા', ‘આપો દેવતા' ઇત્યાદિ વચનથી પૃથ્વીદેવતાનો એક જ જીવ માને છે, પરંતુ એવું નથી : તે જણાવવા માટે પૃથ્વીને અનેકજીવવાળી જણાવી. માત્ર એક પૃથ્વીકાયનો જીવ આપણા વ્યવહારમાં આવતો નથી. જે વ્યવહારમાં આવે તે અસંખ્યાત જીવો ભેગા થયા હોય તો જ આવે. તેથી નક્કી છે કે જ્યાં એક પૃથ્વીકાયની વિરાધના થાય ત્યાં નિયમા અસંખ્યાતની વિરાધના થાય છે. આથી જ આ સંસારમાં પાપનો પાર નથી. આ સંસાર અનંતદુઃખમય કહ્યો છે – એનું કારણ એ છે કે આ સંસાર અનંતપાપમય છે. જો આ સંસારમાં આટલી વિરાધના થતી હોય તો આ સંસારમાં રહેવાય કઇ રીતે ? આ ‘અનેકજીવા’ પદ પણ સંસાર પ્રત્યે વૈરાગ્ય પેદા કરાવે એવું છે. અહીં મૂળમાં ‘ચિત્તમંત’ના બદલે ‘ચિત્તમત્ત' આવો પાઠાંતર હોય તો તેનો અર્થ કરતાં ટીકામાં જણાવ્યું છે
(૬૫)
Page #35
--------------------------------------------------------------------------
________________
કે ચિત્તમાત્ર પૃથ્વી છે. ‘માત્ર’ શબ્દ સ્તોકવાચી હોવાથી ચિત્તમાત્રનો અર્થ ‘સ્તોકઅલ્પ ચિત્તવાળી” એવો થાય છે. આશય એ છે કે સૂક્ષ્મ કે બાદર પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયનું ચૈતન્ય સૌથી અલ્પ હોય છે. કારણ કે એ અવસ્થામાં પ્રબળ મોહનીયકર્મનો ઉદય હોય છે. અહીં જ્ઞાનાવરણીયના ઉદયને કારણ તરીકે ન જણાવતાં પ્રબળ મોહનીયના ઉદયને કારણ તરીકે જણાવ્યો છે. કારણ કે સારામાં સારા જ્ઞાનના ક્ષયોપશમને પણ બુટ્ટો બનાવનાર આ મોહનીયકર્મ છે. એકેન્દ્રિયોને જ્ઞાન તો હોય છે, પરંતુ અત્યંત અલ્પ હોય છે. તેમાં પાછો ગાઢ મિથ્યાત્વનો ઉદય થાય એટલે તે જ્ઞાન અવ્યક્ત હોય છે. સારામાં સારો ભણેલો-ગણેલો માણસ પણ દારૂ પીએ તો ભાન અને શાન ગુમાવી બેસે છે તો અલ્પજ્ઞાનીની શી દશા થાય ? એ જ રીતે અહીં મિથ્યાત્વ-મોહનીય અને ચારિત્રમોહનીયના પ્રબળ ઉદય જીવનું ચૈતન્ય હણાઈ જાય છે. જ્યાં સુધી મિથ્યાત્વ નબળું ન પડે, ચારિત્રમોહનીય મંદ ન થાય ત્યાં સુધી ચૈતન્ય-જ્ઞાન વિકસિત ન થાય. જેમ જેમ મિથ્યાત્વ મોહનીયકર્મ હળવું થવા માંડે, ચારિત્રમોહનીયકર્મ પતલું પડવા માંડે તેમ તેમ જ્ઞાન પ્રગટ થાય. આ રીતે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી જીવનું ચૈતન્ય ક્રમિક વિકાસ પામે છે. મોહનીયકર્મ સમ્યત્વને અને ચારિત્રને જ રોકે છે - એવું નથી, એનો પ્રબળ-ગાઢ ઉદય સમ્યકત્વ અને ચારિત્રના કારણને પણ રોકે છે. જ્ઞાન એ સમ્યત્વ અને વિરતિનું કારણ છે. તે કારણને નકામું બનાવવાનું કામ મોહનીયનો પ્રબળ ઉદય કરે છે. આ કર્મ અકામનિર્જરાથી હળવું થાય છે અને અકામનિર્જરા દુ:ખ ભોગવવાથી થાય છે. ઇચ્છા વિના પણ દુ:ખ ભોગવી લેવાથી કર્મ હળવું થાય છે.
સ૦ એકેન્દ્રિયમાંથી ચૈતન્ય વિકાસ પામતાં ક્રમસર પંચેન્દ્રિય સુધી પહોંચે તો જીવનું પતન કેમ થાય ?
આ વિકાસ દુ:ખ ભોગવવાના કારણે થયેલી અકામનિર્જરાથી થયો હતો, સુખ છોડવાના કારણે નહિ; માટે પતન થાય છે. દુ:ખ ભોગવ્યા પછી પણ સુખની લાલચે ન છૂટે તો દુ:ખ ભોગવવાના કારણે થયેલી નિર્જરા નકામી થઈ જાય છે. સુખની લાલચ મૂકીને સમજણપૂર્વક આગળ વધેલા પાછા ન પડે. એકામનિર્જરા પણ દુ:ખ ભોગવ્યા વગર ન થતી હોય તો સકામનિર્જરા ક્યાંથી થાય ?
સકામનિર્જરામાં તો સુખની લાલચ મૂકવા પૂર્વક દુ:ખ ભોગવવાની તૈયારી જોઈએ. એટલે એક વાત નક્કી છે કે દુ:ખ ભોગવ્યા વગર તો ચાલવાનું જ નથી. નિર્જરા કરવી હશે તો દુ:ખ ભોગવવા તૈયાર થવું જ પડશે અને સકામનિર્જરા કરવી હશે તો સુખ ભોગવવાનો અધ્યવસાય દૂર કરવો પડશે. દુ:ખ ભોગવવાનો અભ્યાસ સારો હોવા છતાં સુખ ભોગવવાનો અધ્યવસાય એ અભ્યાસને નકામો બનાવે છે. અકામનિર્જરાથી કર્મલઘુતા કરી ગ્રંથિદેશે આવેલા પણ સુખના લોભે એવા કામ કરે છે કે જેથી અનંત સંસારમાં પાછા ભટકવા નીકળી પડે છે. જીવનનિર્વાહ માટે ધંધો કરનારા વ્યાજના લોભિયા બને તો ક્યાં કામ ન કરે ? વ્યાજનો લોભ અનંતાનુબંધીનો હોય ને ? આપણે જ્ઞાની નથી માટે કહી નથી શકતા. બાકી આ વ્યાજનો લોભ તો ગજબનું આર્નરૌદ્રધ્યાન કરાવે એવો છે માટે તેને અનંતાનુબંધીનો માનવો પડે. જૈન આવો લોભિયો ન હોય. છાતી પર બેસી ગળું પકડીને ઉઘરાણી વસૂલ કરે - એ જૈન હોય ?! સામાએ લોભના કારણે આપણા પૈસા પડાવ્યા હોય તો આપણે પણ લોભના કારણે ધીર્યા હતા ને ? કે તેના પર ઉપકાર કરવા આપેલા ? પોતાના સુખ ખાતર બીજાને રહેંસે તેનું જૈનત્વ લજવાયા વિના ન રહે. આપણા પુણ્યોદયે આપણને મળેલી સામગ્રીની કિંમત સમજાય તો પુણ્યોદય થયા પછી પાછા પડવાનું ન બને. આપણે એકેન્દ્રિયમાંથી સંજ્ઞીપંચેન્દ્રિય અવસ્થા સુધી પહોંચી ગયા છીએ તેથી પુણ્યશાળી છીએ ને ? પંચેન્દ્રિયપણામાં પણ આપણે એવી અવસ્થામાં છીએ કે જ્યાં આરામ કરવાની તક પણ સારી છે અને ધર્મ કરવાની તક પણ સારી છે : એ બેમાંથી આપણે કઈ તક ઝડપીએ ? રવિવારનો દિવસ હોય તો તે આરામ કરવાનો દિવસ કહેવાય કે ધર્મ કરવાનો ? ધર્મ કરવાનું મન ન થાય અને આરામ કરવાનું મન થાય તેનું પતન થવાનું જ. સુખ ન છોડે ને આરામ કરવા બેસે તેનું મોહનીયકર્મ પાછું પ્રબળ થવાનું. પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં જવા માટે પ્રબળ મોહનીયનો ઉદય જોઈએ. એ ઉદય ક્યારે થાય ? પ્રબળ મોહનીય બાંધ્યું હોય ત્યારે. પ્રબળ મોહનીય બંધાય ક્યારે ? સારામાં સારી સામગ્રી મળ્યા પછી પણ તેનો કર્મય માટે ઉપયોગ કરવાને બદલે આરામ કરીએ ત્યારે !
પૃથ્વીને સચિત્ત અને અનેકજીવવાળી જણાવ્યા પછી તેનું ‘પુઢોસત્તા' વિરોષણ આપ્યું છે. સત્ત્વ એટલે આત્મા. પૃથ્વીકાયના જે અનેક જીવો છે તે
Page #36
--------------------------------------------------------------------------
________________
દરેકના આત્મા પૃથ એટલે જુદા જુદા છે. કેટલાક લોકો આત્માદ્વૈતવાદી હોવાના કારણે અનેક શરીરમાં રહેલા આત્માને પણ એક જ માને છે. તેઓ પોતાની વાતના સમર્થનમાં એમ જણાવે છે કે - જેમ આકાશમાં ચંદ્ર એક જ હોવા છતાં જુદા જુદા સરોવર વગેરેમાં તેના અનેક પ્રતિબિંબ પડતાં હોવાથી અનેક જણાય છે તેમ આત્મા એક જ હોવા છતાં જુદા જુદા શરીરમાં જુદો જુદો દેખાય છે, આવાઓની માન્યતાના ખંડન માટે ‘પઢોસત્તા' પદ મૂકીને જણાવ્યું છે કે પૃથમ્ શરીરમાં રહેનારા આત્માઓ પણ પૃથક છે. નિગોદના એક જ શરીરમાં રહેનારા અનંતા જીવો પણ જો જુદા જુદા હોય તો અનેક શરીરમાં રહેનારા જીવો જુદા જુદા જ - હોય એ સમજી શકાય એવું છે. હવે શિષ્ય શંકા કરે છે કે – જે પૃથ્વી આ રીતે સચિત્ત હોય તો તેના ઉપર ચાલવાથી કે માનું વગેરે પરઠવવાથી પૃથ્વીકાયની વિરાધના નિયમે કરી થવાની. તો પછી સાધુધર્મનું પાલન અશક્ય બની જશે ? બધી પૃથ્વી સચિત્ત હોય તો સાધુ રહે ક્યાં ? સાધુ ભગવંત પૃથ્વીકાયાદિની વિરાધના ન કરે ને ? શ્રાવક કરે ને ? શ્રાવક હિંસા કરે કે તેને કરવી પડે ? ગૃહસ્થપણામાં હિંસા થઈ શકે છે - એવું નથી, ગૃહસ્થપણામાં હિંસા કરવી પડે છે. જેમાં હિંસા કરી શકાય તે ગૃહસ્થપણું નથી, જેમાં હિંસા કરવી પડે તેનું નામ ગૃહસ્થપણું. આ રીતે પૃથ્વીની વિરાધનાની સંભાવનાને લઈને સાધુપણાનું પાલન અસંભવિત થશે - એવી શિષ્યની શંકાના નિરાકરણમાં જણાવે છે કે – બધી જ પૃથ્વી સચિત્ત નથી, જે શસ્ત્રથી પરિણત ન હોય અર્થા જેના પર શસ્ત્ર લાગેલું ન હોય તે પૃથ્વી સચિત્ત છે બાકી જેના ઉપર શસ્ત્ર લાગેલું હોય તે પૃથ્વી અચિત્ત પણ હોય છે. એવી અચિત્તપૃથ્વી ઉપર રહેવા, ચાલવા, પરઠવવા વગેરેની ક્રિયા કરવાથી સાધુભગવંતને કોઈ દોષ નહિ લાગે. તેથી સાધુધર્મ સંભવિત છે - તે જણાવવા માટે ‘અન્નત્ય સત્થપરિણએણ’ આ વિશેષણ આપ્યું છે. હવે અહીં શસ્ત્રની વાત આવી તેથી પૃથ્વીનું શસ્ત્ર કયું છે તે જણાવવા શસ્ત્રના બે પ્રકાર જણાવે છે. જેનાથી હિંસા થાય તેને શસ્ત્ર કહેવાય છે. હિંસા દ્રવ્ય અને ભાવ : એમ બે પ્રકારની હોવાથી શસ્ત્ર પણ દ્રવ્યશસ્ત્ર અને ભાવશa : એમ બે પ્રકારે છે. તેમાંથી દુપ્રયુક્ત એટલે કે ખરાબ રીતે પ્રવર્તાવાયેલા, અજયણાપૂર્વક પ્રવર્તાવાયેલા મન, વચન, કાયાના યોગો તથા અવિરતિ : એ ભાવશસ્ત્ર છે. મનનો દુપ્રયોગ દ્રોહ, અભિમાન, ઇર્ષ્યા વગેરે સ્વરૂપ છે. વચનનો
(૬૮) -
દુપ્રયોગ બીજાને દુ:ખ આપનારાં કઠોર વચન બોલવા સ્વરૂપ છે. અને કાયાનો દુશ્મયોગ દોડવા વગેરે સ્વરૂપ છે. અવિરતિ તો સર્વસામાન્યપણે પાપથી વિરામ ન પામવા સ્વરૂપ છે. પાપથી અટકવાની પ્રતિજ્ઞા ન લીધી હોય તે અવિરતિ છે. ‘હું પાપ કરીશ નહિ” એવી પ્રતિજ્ઞા લીધી હોય તેને અવિરતિનું પાપ ન લાગે. પણ જો પાપ ન કરવાનો નિયમ લીધો ન હોય તો, પાપ કરો કે ન કરો તોય અવિરતિનું પાપ લાગશે જ. આપણે અલ્પ પાપ કરવાની વાત નથી કરવી, પાપરહિત બનવાની વાત કરવી છે. સુખ ભોગવવાનું મન જ્યાં સુધી પડ્યું હશે
ત્યાં સુધી અવિરતિનું પાપ ચોંટવાનું જ. આ અવિરતિ વગેરેના કારણ સ્વ અને પર બન્નેની હિંસા થતી હોવાથી કર્મબંધ થાય છે તેથી તેને ભાવશસ્ત્ર કહ્યું છે. દ્રવ્યશસ્ત્ર ત્રણ પ્રકારે છે : સ્વકાયશસ્ત્ર, પરકાયશાસ્ત્ર અને ઉભયકાયશસ્ત્ર. તેમાંથી પૃથ્વીને આશ્રયીને વિચારીએ તો કાળી માટી અને પીળી માટી ભેગી થવાના કારણે બંન્ને અચિત્ત થાય છે. અહીં માટીસ્વરૂપ પૃથ્વી જ માટીસ્વરૂપ પૃથ્વીનું શસ્ત્ર બનતી હોવાના કારણે માટીને સ્વકાયશસ્ત્ર કહેવાય. સચિત્તમાટી અને અચિત્તમાટી ભેગી થાય તો અચિત્તમાટી એ સચિત્તમાટીનું શસ્ત્ર બને છે, તેને પણ સ્વકાયશસ્ત્ર કહેવાય. આથી જ સાધુભગવંતને વિહારભૂમિમાંથી ગામમાં પેસતાં કે નીકળતાં પગ મૂંજવાનું વિધાન છે, કે જેથી વિહારમાં પગમાં લાગેલી સચિત્તમાટી અને ગામની અચિત્તમાટી ભેગી ન થાય. સચિત્ત પૃથ્વીમાં અંગારો કે પાણી પડે તેના કારણે તે પૃથ્વી અચિત્ત બને ત્યારે તે અગ્નિ વગેરે પરકાયશસ્ત્ર કહેવાય. અને સચિત્તમાટીમાં ધૂળવાળું પાણી કે કાદવ વગેરે પડે તે ઉભયકાયશસ્ત્ર કહેવાય. પૃથ્વીને પૃથ્વીનું શાસ્ત્ર લાગે તે સ્વકાયશસ્ત્ર, પૃથ્વીને અગ્નિ વગેરેનું શસ્ત્ર લાગે તે પરકાયશસ્ત્ર અને પૃથ્વીને પૃથ્વી તથા પાણી બેના મિશ્રણ સ્વરૂપ શસ્ત્ર લાગે તેને ઉભયકાયશસ્ત્ર કહેવાય. આવા પ્રકારનું કોઈ પણ શસ્ત્ર જેના પર લાગ્યું ન હોય તેવી પૃથ્વી સચિત્ત કહેવાય છે.
પૃથ્વીકાય પછી અષ્કાય વગેરેના વિષયમાં પણ આ જ રીતે સચિત્ત, અનેકવા, પઢોસત્તા અને શસ્ત્રથી અપરિણત : આ બધાં વિશેષણોનો અર્થ સમજી લેવો. પાણી ઉપર પણ અકાય, પરકાય કે ઉભયકાય શસ્ત્ર લાગેલું ન હોય તો પૃથક્ આત્મા જેમના છે એવા અનેક જીવોવાળું પાણી સચિત્ત કહેલું છે. પૃથ્વીકાય કરતાં અપ્લાયની જરૂર વધારે પડે ને ? પાણીમાં જીવ માન્યા પછી પાણીનો વપરાશ
Page #37
--------------------------------------------------------------------------
________________
ન પડે ? અને કદાચ પરઠવવાનો વખત આવે તો પણ નિરવદ્ય જગ્યાએ પાઠવવાનું વિધાન છે. તમારે કરવું કશું નથી અને માત્ર પૂછપૂછ કરવું છે - એનો કોઈ અર્થ નથી. આપણી વાત તો એ છે કે ગૃહસ્થપણામાં નહાવા ધોવા વગેરેમાં અપ્લાયની વિરાધના ઘણી છે.
સવ પૂજા માટે નહાય તો પાપ લાગે ?
કેમ ઓછો થાય - એવો વિચાર કરવો જોઈએ. આજે સાધુપણામાં પણ અપ્લાયની વિરાધના વધવા માંડી છે. પાણીનો વપરાશ વધ્યો તેથી દોષિત પાણીનો શોચસંકોચ ચાલવા માંડ્યો. પહેલાનાં સાધુસાધ્વી અંતકાંત ભિક્ષા વાપરતાં હતાં, અંતકાંતને પચાવવામાં શ્રમ ન લાગે તેથી પરસેવો ઓછો થાય. જ્યારે રસકસવાળો આહાર વાપરે તો પીવા માટે પણ પાણી વધારે જોઈએ અને તેને પચાવવા શ્રમ પડે એટલે પરસેવો પણ વધારે થાય, તેથી કાપ કાઢવા માટે પાણી વધારે જોઈએ. આટલું પાણી ઘરઘરનું ક્યાંથી મળે ? એટલે અમારે માટે આયંબિલખાતામાં પાણી કરે, પાણીખાતું ચલાવે. અમે પણ આયંબિલખાતું છે - એમ જાણી રાજી થઈએ, તો વિરાધનાનો સંકોચ રહ્યો નથી એમ માનવું પડે ને ? માત્ર કાચા પાણીમાં પગ ન મૂકવો એટલી જયણા રહી છે - એમ કહીએ તો ચાલે. એમાં ય વળી વરસાદના પાણીમાં જયણા ! વરસાદમાં પણ નીચેનો વરસાદ (વરસાદનું પાણી) ગણતરીમાં ન આવે. ઉપરનો જ ટાળવાનો ! અમે વરસાદના પાણીમાં ચાલીએ તો ચાલે, અમારા ઉપર વરસાદનું ટીપું પણ પડવું ન જોઈએ - આટલી અમારી
જ્યણા !! આમાં સાધુપણું ક્યાં રહ્યું ? સાધુ તો પ્રમાર્જનાશીલ હોય, યતનાશીલ હોય. યતનાશીલ બનવા માટે પ્રવૃત્તિ ઉપર કાપ મૂકવો પડે. આજે ભણતર વધ્યું, પ્રભાવકતા વધી એટલે જયણા ઉપર કાપ મુકાવા માંડ્યો. સાધુજીવન નિવૃત્તિપ્રધાન છે, તેમાં પ્રવૃત્તિ વધવા માંડે એટલે ગુણોનો હ્રાસ થવાનો. વિરાધના સામે ધ્યાન જાય તો જ ગુણોને બચાવી શકાય. અપ્લાયના એક ટીપામાં અસંખ્યાત જીવો હોય છે. પાણીનું એક ટીપું કોઈ કામમાં આવે ? કેટલાય બિંદુઓ ભેગા થાય ત્યારે તે પાણી નહાવાધોવા વગેરેમાં કામ લાગે. આ રીતે ગૃહસ્થપણાના નહાવા વગેરે કામમાં કેટલા જીવોની વિરાધના થાય છે - એનો વિચાર આવે તો સાધુ થવાનું મન થયા વગર ન રહે. જે પાણીને સચિત્ત માને તેને ગૃહસ્થપણામાં કેટલું પાપ છે - તે બતાવવાની જરૂર ન રહે.
તમને એ જ યાદ આવ્યું ? ખાવા, પીવા, નહાવાધોવામાં પાપ લાગે છે – એ તરફ નજર નથી જતી ને ? શાસ્ત્રમાં કહ્યું છે કે જેઓ કુદરતી રીતે અપ્લાયની વિરાધનાના ભયવાળા છે અને પોતાના આરંભસમારંભાદિ માટે પણ પાણીનો વપરાશ નથી કરતાં, ન છૂટકે મર્યાદિત ઉપયોગ કરે તેઓ પૂજા ન કરે તો ચાલે. પરંતુ જેઓ ખાનપાન-મોજમજાહમાં મજેથી પાણી રેડ્યા કરે તેઓ પૂજા માટેના સ્નાનમાં અપ્લાયની વિરાધનાની વાત કરે - એ બરાબર નથી. જેઓ પોતે નહાવા વગેરેની ક્રિયા કરે છે, પોતાના માટે પાણીનો વપરાશ કરે તેવાઓએ પૂજા અવશ્ય કરવી જોઈએ. બાકી અપ્લાયની વિરાધનાથી બચવા માટે તો સાધુ થવાની જરૂર છે. ગૃહસ્થપણું ખરાબ છે કારણ કે તેમાં એપ્લાયની વિરાધના સૌથી વધારે છે.
સ0 અમે એવા ટેવાઈ ગયા છીએ કે પાણી વગર ચાલે એવું નથી.
પાણી વગર ચાલે એવું નથી – એ બરાબર, પણ એના માટે પાપ કરવું પડે છે - એનું દુ:ખ તો થાય ને ? પાપ છોડી ન શકાય પણ પાપ ભૂંડું તો લાગે ને ? જેને પાપ ભૂંડું ન લાગે તે અવિરતિને છોડી જ નહિ શકે, અવિરતિના યોગે પાપ છૂટે નહિ પણ સમ્યગ્દર્શનના યોગે પાપ છોડ્યા વિના ચાલે એવું નથી - એમ તો થાય ને ?
સવ સમ્યગ્દર્શન મંદ લાગે છે.
મંદ ભલે રહ્યું તેને તેજસ્વી-દેદીપ્યમાન બનાવવું છે ? સમ્યકત્વ ઊજળું કરવું હોય તો આ સાધુપણા ઉપર નજર માંડવાની જરૂર છે. “મોક્ષની ઇચ્છા છે કે નહિ ?', “મોક્ષમાં જવું છે ?' ‘સંસારમાંથી ભાગી છૂટવું છે ?’ ‘સાધુ
(૭૧)
સ૦ ઉકાળેલું પાણી વધે તો તેને ક્યાં પરઠવવું ?
ઉકાળેલું પાણી પણ છૂટથી નથી વાપરવાનું - એટલું યાદ રાખવું. આમ છતાં વધ્યું હોય તો તેનો ઉપયોગ કરતાં આવડવો જોઈએ, જેથી પરઠવવાનો વખત ન આવે. સંસારમાં અનેક વસ્તુને ઠેકાણે પાડતાં આવડે તેને આમાં સૂઝ
(૭૦) =
Page #38
--------------------------------------------------------------------------
________________
થયું છે ?'... આ બધા પ્રશ્નો આત્માને રોજ પૂછીને તેનો પ્રામાણિકપણે ઉત્તર મેળવીએ તો સમ્યક્ત્વ ઊજળું બન્યા વિના ન રહે.
અપ્કાય પછી તેઉકાયની વાત કરી છે, ત્યાર બાદ વાયુકાયનું સ્વરૂપ જણાવ્યું છે. તેઉકાય પણ શસ્ત્રથી હણાયેલ ન હોય તો સચિત્ત હોય છે. રાંધવા વગેરેમાં અગ્નિકાયની વિરાધના ઘણી થાય છે. જોકે વર્તમાનમાં તો તમારો ઘણો વ્યવહાર અગ્નિકાયની વિરાધના ઉપર નભે છે ને ? લાઇટ, પંખો, ફ્રીજ, ટી.વી. વગેરે વિના ન ચાલે ને ? આ બધી જીવનજરૂરિયાતની ચીજ છે કે સુખશીલતાની ? સાધુભગવંત આમાંથી એકે વસ્તુ વાપરતા નથી છતાં તેમનું જીવન શાંતિથી પસાર થાય છે ને ? તેઉકાય અને વાયુકાયની વિરાધના થતી હોવાથી સાધુભગવંત પંખાની હવા ન લે. એ જ રીતે સાધુભગવંત બારી પાસે પણ ન બેસે. કારણ કે ત્યાં બે ઇન્દ્રિયોના વિષયો નડે. પવન આવતો હોવાથી સ્પર્શનેન્દ્રિયનો વિષય નડે અને સુંદર રૂપ વગેરે જોવા મળતું હોવાથી ચક્ષુરિન્દ્રિયનો વિષય નડે. સાધુભગવંત જો સાધુપણાની મર્યાદાનું પાલન કરે તો તેમને કોઈ પણ જીવની વિરાધનાનો પ્રસંગ ન આવે અને કોઈ જાતની વિષયકષાયની પરિણતિ પણ નડે નહિ. વાયુકાય ઉપર કે વનસ્પતિકાય ઉપર કોઈ પણ જાતનું શસ્ત્ર લાગેલું ન હોય તો તે સચિત્ત હોય છે... આ પ્રમાણે જણાવ્યા બાદ અહીં પૃથ્વીકાયાદિમાં જીવત્વની સિદ્ધિ કરીને બતાવી છે.
અતીન્દ્રિય પદાર્થોના સદ્દભાવની પ્રતિપત્તિ માટે અર્થાત્ જે વસ્તુ નજરે દેખાતી ન હોય, કોઈ પણ ઇન્દ્રિયથી જેનું પ્રત્યક્ષ થતું ન હોય તેવા પદાર્થોના અસ્તિત્વના સ્વીકાર માટે આગમપ્રમાણ અને ઉપપત્તિ(યુક્તિ-અનુમાન) પ્રમાણ : એમ બે પ્રમાણ છે. એમાંથી પુથ્વી વિજ્ઞમતમવસ્તાયા... ઇત્યાદિ આગમપ્રમાણ દ્વારા પૃથ્વી વગેરેની જીવ તરીકેની સિદ્ધિ થઈ ગઈ. હવે અનુમાનપ્રમાણથી પૃથ્વીકાયાદિમાં જીવત્વની સિદ્ધિ કરતાં જણાવે છે. વિટ્ઠમ-રત્ન, લવણ-ક્ષાર, ઉપલ-પથ્થર વગેરે ખનીજ પદાર્થો કે જે પૃથ્વીના વિકારો છે તે જે ખાણમાંથી લીધા હોય ત્યાં પાછા તેવા પથ્થર વગેરેની ઉત્પત્તિ થાય છે તેથી તે વિદ્યુમ વગેરે સચિત્ત છે. જેમ દેવદત્તને મસો થાય તો તે ક્યારે થાય ? દેવદત્ત જીવતો હોય ત્યારે ને ? તેમ પૃથ્વીમાં પણ જીવ છે આથી જ ખાણ વગેરેમાં પૃથ્વીના વિકારભૂત ક્ષાર વગેરે વધે છે.
(૨)
સ૦ જે વધતું ન હોય તેને અચિત્ત કહેવાય ?
એવું નથી. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ. પણ ધુમાડો ન હોય તો અગ્નિ ન જ હોય એવું નિહ. એની જેમ જે વધે નહિ તે અચિત્ત જ હોય એવો નિયમ નથી. પણ જો વધતું હોય તો તે સચિત્ત હોય એટલું ખરું. જેમ માણસમાં હલનચલનના કારણે જીવત્વ મનાય છે. પણ તે બેભાન અવસ્થામાં હોય ત્યારે તેનામાં હલનચલન ન હોવા છતાં જીવત્વ હોય છે. તેવી રીતે જે વધે નહિ તે સચિત્ત હોઈ શકે છે. તે વખતે તેમાં બીજા હેતુ આપવા દ્વારા જીવત્વ સિદ્ધ થઈ શકે છે. એકાદ ચિહ્નના કારણે અમુક પૃથ્વીમાં જો જીવત્વ સિદ્ધ થાય તો ‘સ્થાલીપુલાક’ ન્યાયે દરેક સચિત્તપૃથ્વીમાં જીવત્વ સિદ્ધ થાય છે. ખીચડી રંધાઈ છે કે નહિ તે જોવા માટે એક દાણો ચાંપીને જોઈએ તો બધા દાણા ચઢી ગયા છે કે નહિ તેની ખબર પડી જાય. એવી રીતે અહીં પણ દરેક સચિત્ત પૃથ્વીકાયમાં જીવત્વની સિદ્ધિ થાય છે. ત્યાર બાદ અપ્યાયમાં જીવત્વની સિદ્ધિ કરતાં જણાવે છે કે – ખોદેલી ભૂમિમાંથી સ્વાભાવિક રીતે પોતાની મેળે જ પાણી ઉત્પન્ન થતું હોવાથી ચિત્ત છે. જેમ દેડકા પોતાની મેળે ઉત્પન્ન થતા હોવાથી ચિત્ત છે તેમ પાણી પણ સ્વાભાવિક ઉત્પન્ન થતું હોવાથી ચિત્ત છે. જોકે બધા પાણી સ્વાભાવિક રીતે ઉત્પન્ન થતા નથી છતાં બધાનું જલત્વ સમાન હોવાથી અન્ય જલમાં પણ જીવત્વ સિદ્ધ થાય છે. પાણી સચિત્ત છે - એમ જાણ્યા પછી હવે સચિત્ત પાણી વાપરવું નથી : એવો વિચાર આવે ને ? આપણા નિમિત્તે કોઈ પણ જીવને દુ:ખ થાય એવું નથી કરવું. પાણી વિના શરીર ચાલે એવું નથી માટે તેની જરૂર તો પડવાની. પરંતુ આપણા પરિણામ નિધ્વંસ ન બને – તે માટે કાચું (સચિત્ત) પાણી ન વાપરવું, ઉકાળેલું પાણી જ વાપરવું આટલું તો નક્કી કરવું છે ને ? શ્રાવક પીવા માટે ઉકાળેલું પાણી વાપરે અને પીવા સિવાયના વપરાશ માટે પાણી ગરમ કરે નહિ. નહાવા માટે પણ પાણી ગરમ કરાય નહિ. આજે તો કેટલાંક સાધુસાધ્વી એવું કહે છે કે લોકો ગરમ પાણીએ નહાતા થાય તો સાધુસાધ્વીને નિર્દોષ પાણી મળે. જ્યારે શાસ્ત્રમાં કહ્યું છે કે નહાવા માટે પાણી ગરમ ન કરાય. પાણી ગરમ હોય ને નાહી લઈએ - એ જુદી વાત. બાકી ગરમ પાણી કરીને ન નવાય. આથી જ તો નદીએ નહાવાનું જણાવ્યું છે.
(૭૩)
Page #39
--------------------------------------------------------------------------
________________
સ૦ પોષ મહિનાની ઠંડી હોય તોપણ ઠંડા પાણીથી જ નહાવાનું !
અને તે પણ નદીએ જઈને ખુલ્લી જગ્યામાં નિર્દોષ ભૂમિ ઉપર નહાવાનું જણાવ્યું છે, જેથી જ્યણા સચવાય અને પરિષહ-ઉપસર્ગ વેઠવાનો અભ્યાસ પડે. દુ:ખ વેઠવાનો અભ્યાસ પાડયા વિના પરિષહ-ઉપસર્ગ વેઠી ન શકાય. આથી ભગવાને દુ:ખ ટાળવાની ના પાડી છે. જે દુ:ખ ટાળે તે પરિષહ કે ઉપસર્ગ વેઠી ન શકે. પૂજા માટે સ્નાન કરનારાનું ધ્યેય તો સાધુ થવાનું જ હોય ને ? સાધુપણામાં આવ્યા પછી જેઓએ દુ:ખ ટાળ્યું તેઓ પરિષહુથી હારી ગયા, સમ્યકત્વ ગુમાવી બેઠા અને ચારિત્રથી ભ્રષ્ટ થયા. એક વાર જીવનું અસ્તિત્વ માની લઈએ તો કોઈ જીવને દુ:ખ આપવાનું ન બને. શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબનો ધર્મ
યે જીવનિકાયની રક્ષામાં જ સમાયેલો છે. બીજા જીવોને સુખ અપાય કે ન અપાય, દુઃખ તો નથી જ આપવું, તે માટે આપણે સુખ નથી ભોગવવું. આ સંસારમાં બીજાને દુ:ખ આપ્યા વિના, પાપ કર્યા વિના એકે સુખ ભોગવાતું નથી માટે ભગવાને સુખ ભોગવવાની ના પાડી છે. સુખ મજેથી ભોગવનારા બીજાના દુ:ખની ચિંતા કરતા નથી : એમ માનવું પડે. પૃથ્વીકાયાદિને જીવ તરીકે સ્વીકારે, પોતાના આત્મા જેવો જ આત્મા તેઓનો છે - એવું માને તે આ સંસારમાં કોઈ રીતે જીવી શકે નહિ, તેને તો વહેલી તકે આ સંસારમાંથી ભાગી છૂટવાનું મન થાય. શ્રી મહાવીર પરમાત્મા નિર્વાણ પામ્યા તે વખતે જીવજંતુનો ઉપદ્રવ શરૂ થયો, એમ જાણીને ઘણાં સાધુસાધ્વીજીએ અનશન સ્વીકાર્યું. કારણ કે હવે સંયમ દુરારાધ્ય થયું. કોઈ પણ જીવની વિરાધના કર્યા વિના જીવી શકાય - એવું આ સાધુજીવન છે. આ સાધુજીવનમાં જ્યણા પ્રધાન છે. આથી જ શાસ્ત્રમાં જણાવ્યું છે કે ચોમાસાના દિવસોમાં જીવજંતુનો ઉપદ્રવ ઘણો હોવાથી સ્વાધ્યાય ઓછો થાય તો વાંધો નહિ, પણ વારંવાર પ્રતિલેખના અને પ્રમાર્જના કર્યા કરવાની આજે અમે તો ચોમાસામાં જ બધી ઉપાધિઓનાં પોટલાં ભેગાં કરીએ ! શાસ્ત્રકારોએ ચાતુર્માસમાં આરાધના કરાવવા માટે સાધુસાધ્વીને એક સ્થાને રહેવાની આજ્ઞા નથી કરી, વિરાધનાથી બચવા માટે એક સ્થાને રહેવાનું વિધાન છે. એક વાર આચાર્યભગવંતે કહ્યું હતું કે શક્તિ હોય અને ખાધાપીધા વિના રહી શકાતું હોય તો ચોમાસાના દિવસોમાં મકાનની બહાર પગ ન મૂકવો. માત્ર આહારપાણી માટે બહાર નીકળવું. જ્યારે આજે તો ચોમાસાના દિવસોમાં જ
ચૈત્યપરિપાટી, જાહેર પ્રવચન, વાચનાશ્રેણી, ઉત્સવ- મહોત્સવ વગેરે અનેક પ્રકારનાં અનુષ્ઠાનોનાં આયોજન કરાય !
સ0 વરસાદ તો ચોમાસા પહેલાં શરૂ થઈ જાય તો ત્યારે વિહારની રજા કેમ ?
શ્રી કલ્પસૂત્રનાં સામાચારી વ્યાખ્યાનમાં જણાવ્યું છે કે વરસાદના દિવસો હોય તો છેલ્લો માસકલ્પ ચોમાસાના ક્ષેત્રમાં કરવો અને પાછળથી પણ કાદવકીચડ સુકાયા ન હોય તો ચોમાસા પછીનો પહેલો માસકલ્પ પણ ચોમાસાના ક્ષેત્રમાં કરવો - આ રીતે છ મહિનાનો કલ્પ કરવાનું વિધાન શાસ્ત્રમાં છે.
સ0 ચોમાસાના પહેલાં પચાસ દિવસ વરસાદ વધુ હોય છતાં તે પચાસ દિવસનો કલ્પ અનિયત કહ્યો અને પાછળથી વરસાદ ઓછો હોવા છતાં સિત્તેર દિવસનો કલ્પ નિયત કહ્યો તેનું કારણ શું ?
ચોમાસાના પહેલા પચાસ દિવસનો કલ્પ નિયત ન કરવાની વાત તો અમારા નિમિત્તે થતી વિરાધનાથી બચવા માટે છે. શરૂઆતમાં વરસાદ આવે એટલે મકાનમાં ક્યાંથી પાણી ગળે તે ખબર પડે. તેવા વખતે જો ચાતુર્માસ નિયત છે – એમ જણાવીએ તો તે ઉપાશ્રયાદિમાં અમારા નિમિત્તે જે સમારકામ કરે તેમાં થતી વિરાધનાનો દોષ અમને લાગે. એ વિરાધનાના દોષથી બચવા માટે પાંચ પાંચ દિવસની મુદત આપી અંતે ચાતુર્માસનો નિર્ણય આપવાની વાત કરી. વિહાર કરવા માટે એ કલ્પને અનિયત નથી જણાવ્યો, વિરાધનામાં નિમિત્ત બનવાના દોષથી બચવા અનિયત કલ્પ જણાવ્યો.
સહ આ વિરાધના સ્વરૂપહિંસામાં ન જાય ?
સાધુ નિમિત્તે થતી વિરાધના જો સ્વરૂપહિંસામાં ગણાતી હોય તો સાધુને આધાકર્માદિ દોષનો સંભવ જ નહિ રહે. સાધુ નિમિત્તે થતી હિંસા એ સ્વરૂપહિંસા નથી, ભગવાને જે ક્રિયા કરવાની કહી હોય તે આજ્ઞાવિહિત અનુષ્ઠાન કરતી વખતે જે હિંસા ટાળી ન શકાય તેને સ્વરૂપહિંસા કહેવાય. સ્વરૂપહિંસા માટે સૌથી પહેલાં ભગવાનની આજ્ઞાનો વિચાર કરવો પડે. દ્રવ્યક્ષેત્રકાળભાવ યોગ્ય છે કે નહિ - તેનો વિચાર કરવો પડે. જ્યાં સુધી સંસાર છોડવાનો ભાવ ન આવે, વિરાધનાથી બચવાનો ભાવ ન આવે ત્યાં સુધી અનુબંધહિંસા લાગવાની જ. જિનપૂજા કરતી
(૭૫)
Page #40
--------------------------------------------------------------------------
________________
વખતે પણ જો જયણાપૂર્વક કરવામાં આવે તો તેમાં થતી હિંસા સ્વરૂપહિંસામાં ગણાય. જલપૂજા માટેનો કળશ પણ જોઈને, પૂંજીને ભરવાની તૈયારી ન હોય અને પૂજા વખતની હિંસાને સ્વરૂપહિંસામાં ગણે - એ કેમ ચાલે ? ગૃહસ્થપણાનો પણ બધો ધર્મ સાધુ થવા માટેનો હોવાથી જયણાપ્રધાન છે.
તેઉકાયમાં જીવત્વની સિદ્ધિ કરતાં જણાવ્યું છે કે બાળક જેમ આહાર લેવાના કારણે વૃદ્ધિ પામે છે તેમ અગ્નિ પણ આહારના કારણે વૃદ્ધિ પામતો હોવાથી સચિત્ત છે. અહીં એટલું યાદ રાખવું કે આથો આવવાના કારણે કે ઊભરો આવવાના કારણે જે વૃદ્ધિ થાય એટલામાત્રથી સચિત્ત ન કહેવાય. આહાર પચવાના કારણે જે વૃદ્ધિ થાય તેને વૃદ્ધિ કહેવાય, સોજાના કારણે થતી વૃદ્ધિને વૃદ્ધિ ન કહેવાય. પુદ્ગલના કારણે પુદ્ગલની વૃદ્ધિની અહીં વાત નથી. આહારના કારણે થનારી શરીરવૃદ્ધિની વાત છે. જે આહરણ કરાય તેને આહાર કહેવાય. આહાર એટલે ભદ્મવસ્તુ. જે ખવાય તેને ભક્ષ્ય ન કહેવાય, જે ખાવાયોગ્ય હોય તેને ભક્ષ્ય કહેવાય. શાસ્ત્રમાં દસ પ્રકારની વિગઈઓ બતાવેલી છે. તેમાંથી છ ભક્ષ્ય છે અને ચાર અભક્ષ્ય છે. અહીં એવી દલીલ ન કરવી કે દસે સાથે બતાવી છે તેથી બધી જ ભક્ષ્ય કહેવાય અથવા તો બધી જ અભક્ષ્ય ગણાય, અમુક ભક્ષ્ય અને અમુક અભક્ષ્ય એવું રોના આધારે કહેવાય ?!' કારણ કે સર્વજ્ઞભગવંતે બતાવેલ વાતમાં દલીલને કોઈ અવકાશ નથી. ભગવાને આ માર્ગ સજુ અને પ્રાજ્ઞ જીવો માટે બતાવ્યો છે. ભગવાને ના પાડી હોય તે ન કરવું, ભગવાને કહ્યું હોય તે કરવું તેનું નામ સરળતા. ભગવાને ના કેમ પાડી અને ના કેમ ન પાડી એવું પૂછવું તેનું નામ વક્રતા. જુતા અને પ્રાજ્ઞતા એ ધર્મનું મૂળ છે. આ બે વિના શાસ્ત્રના મર્મને પામી ન શકાય. શાસ્ત્ર શબ્દાત્મક છે અને શબ્દની શક્તિ સીમિત છે, તેના હાર્દ સુધી પહોંચવા માટે સરળતા અને સૂક્ષ્મ,જ્ઞાની જરૂર છે. બુદ્ધિની સૂક્ષ્મતા અને હૈયાની સરળતા ન હોય તો ભગવાનનો માર્ગ સમજી પણ નહિ શકાય અને અપનાવી પણ નહિ શકાય. ભગવાને આપણી ઉપર કરુણા કરીને આપણને એવો માર્ગ બતાવ્યો છે કે જેથી કોઈ પણ પ્રકારનું પાપ કરવું ન પડે અને પાપ કર્યા વિના પણ જીવી શકાય. આવા ભગવાનના વચનમાં શંકા કઈ રીતે કરાય ? સર્વજ્ઞના વચન ઉપર અશ્રદ્ધા જાગે ત્યારે જ તેમાં શંકા કે દલીલો કરવાનું સૂઝે છે. કોઈ બુદ્ધિશાળીને વિસ્તારથી સમજાવવા માટે તર્કો બતાવવા
પડે - એ જુદી વાત. બાકી તો ભગવાનનું વચન શ્રદ્ધાગમ્ય છે, યુક્તિગમ્ય નહિ. શ્રદ્ધાને પુષ્ટ કરવા માટે તર્ક કે યુક્તિઓ આપવામાં આવે છે. જે શ્રદ્ધાને હલાવે તેને તર્ક ન કહેવાય, કુતર્ક કહેવાય. ન્યાયદર્શનમાં પણ કહ્યું છે કે – તર્ક પ્રમાણનો અનુગ્રાહક હોવાથી યથાર્થજ્ઞાનનું અંગ છે. આથી જ આપણે પૃથ્વીકાયાદિમાં જીવત્વની સિદ્ધિ કરનારાં અનુમાનોનો વિચાર શરૂ કર્યો છે.
તેઉકાયમાં જીવત્વની સિદ્ધિ કર્યા બાદ વાયુકાયમાં જીવત્વની સિદ્ધિ કરતાં જણાવે છે કે - ગાય વગેરે જેમ બીજાની પ્રેરણા વિના પણ તિરછી દિશામાં અનિયમિતપણે ચાલે છે તેમ વાયુ પણ અનિયત દિશામાં તિરછું ગમન કરે છે માટે તે પણ ગાય વગેરેની જેમ સચિત્ત છે. જોકે પુદ્ગલની ગતિ પણ બીજાની પ્રેરણા વિના થાય છે પરંતુ તે ગતિ સમશ્રેણીમાં થાય છે. દડો જો એની મેળે જ પડી જાય તો સીધો નીચે જાય છે. પુદ્ગલની તિરછી ગતિ થાય તો બીજાની પ્રેરણાથી થાય છે. દડાને કોઈ નાંખે તો તેનું તિરછું ગમન થાય છે પરંતુ તે પરપ્રેરિત હોવાથી તેમાં જીવત્વની સિદ્ધિ થતી નથી. આ રીતે વાયુકાય પણ જીવ છે - એમ સિદ્ધ કર્યા બાદ વનસ્પતિકાયમાં જીવત્વની સિદ્ધિ કરી છે. વનસ્પતિની અડધી છાલ ઉતારી હોય તો નવી આવે પણ આખી ઉતારે તો ન આવે. ગધેડાની જેમ બધી ચામડી ઉતરી જાય તો તે મરણ પામે છે તેમ વનસ્પતિની પણ આખી છાલ ઉતારવામાં આવે તો તે અચિત્ત બને છે. ગધેડો જીવતો હોય તો તેની નીકળી ગયેલી ચામડી પાછી આવે છે તેમ વનસ્પતિ પણ સજીવ હોવાથી તેની ઊતરી ગયેલી છાલ પાછી ઊગે છે. આ રીતે વનસ્પતિકાયમાં જીવત્વ સિદ્ધ થાય છે. આજે ઘણા કહે છે કે જગદીશચંદ્ર બોઝે વનસ્પતિમાં જીવત્વની સિદ્ધિ કરી. આપણે કહેવું છે કે હરિભદ્રસૂરિ મહારાજે, એની પહેલાં ગણધરભગવંતોએ હજારો વરસો પહેલાં વનસ્પતિમાં જીવત્વની સિદ્ધિ કરી બતાવી છે.
સ0 પહેલાં સિદ્ધ તો હતું, પણ લોકો માનતા ન હતા; હવે માને છે.
તમે તો પહેલેથી જ માનતા હતા ને ? અત્યારે પણ માનો છો ને ? છતાં કાકડી-ટામેટાં ઉપર મજેથી છરી ચલાવો ને ? વનસ્પતિમાં જીવ માને તે ભાજીપાલો ખુલ્લો થાય તો રાજી થાય ? ચોમાસું ઊતર્યો ભાજીપાલો ખુલ્લો થયાનો આનંદ હોય કે દીક્ષા ખુલ્લી થયાનો ? આ તો ચૌદસના દિવસે જ મેવો ને
(૭૭)
Page #41
--------------------------------------------------------------------------
________________
ભાજીપાલો તૈયાર કરીને રાખે. આપણે કહેવું છે કે કારતક ચૌદસે તો દીક્ષાનો વેષ તૈયાર કરી રાખવાનો કે જેથી પૂનમે દીક્ષા લેવી હોય તો લઈ શકાય. આ તો અમને પૂછવા આવે કે ચૌદસની રાતે પ્રતિક્રમણ પછી મેવાની પ્રભાવના કરાય ? અમારે કહેવું પડે કે - વેષની પ્રભાવના પણ કરાય, કરવી છે ? કાલે દીક્ષાનું મન થાય તો નીકળી જવાય.
સવ વેષ રાખીને શું કરે ?
રોજ દર્શન કરે અને સાધુપણાને યાદ કરે. રોજ દર્શન કરે તો એકાદ દિવસ પહેરવાનું મન થાય. કબાટમાં સાડીઓ પડી હોય તો જોઈને પહેરવાનું મન થાય ને ?
સવ શોપીસનો વેષ રાખીએ તો ?
ઘરમાં બંગલાનો શોપીસ રાખો તો રહેવા કામ લાગે ? મારુતીનો શોપીસ ફવા કામ લાગે ? મોડેલ કામ લાગે કે વસ્તુ કામ લાગે ? અહીં વાપરવું નથી માટે જ શોપીસ રાખવા છે ને ?! આપણે તો કામમાં લાગે એવો વેષ રાખવો છે અને તે પણ આપણા પોતાના કામમાં આવે એવો વેષ રાખવો છે. વનસ્પતિમાં જીવ માને તે સંસારમાં રહી ન શકે. વનસ્પતિમાં જીવ માન્યા પછી વિટામીન ખાવા તૈયાર થયું છે કે ત્યાગ કરવા ? વનસ્પતિનો ત્યાગ કરવો હશે તો ગૃહસ્થપણાનો ત્યાગ કરવો પડશે. ગૃહસ્થપણામાં રહીને વનસ્પતિકાયની વિરાધનાથી ન બચાય. ત્યાં રહીને કદાચ ખાવાનો ત્યાગ કરી શકાય પણ તેને સમારવા વગેરેની વિરાધનાથી બચવાનું લગભગ શક્ય નથી. માટે જ ભગવાને સાધુપણું બતાવ્યું છે.
સ૦ સાધુ થયા પછી લીલોતરી વાપરે તો ?
તો ગુરુમહારાજ કહે તે વાપરવાનું. ‘ગુર જે કપડું આપે તે પહેરીશ, ગુરુ જે પાત્ર આપશે તે રાખીશ, જે આહાર આપશે તે વાપરીશ’ આટલી તૈયારી હોય તેણે સાધુપણામાં આવવું. ગુરુ પૂછે કે ‘શું જોઈએ છે ?' તો કહેવું કે - “આપ જે આપો તે જોઈએ છે.' આપણને સમજણશક્તિ મળી છે તેનો ઉપયોગ માર્ગસ્થ બનવા કરવો છે, માર્ગથી ખસવા નહિ.
આ લોકાકાશમાં એક પ્રદેશ પણ એવો નથી કે જ્યાં કોઈને કોઈ જીવનું અસ્તિત્વ ન હોય. કાજળની કોટડીમાં ગયા પછી કાજળ અડી ન જાય એ રીતે રહેવાનું કામ કપરું છે તેમ લોકાકાશમાં વ્યાપીને રહેલા જીવની હત્યાથી વિરામ પામવાનું કામ કપરું છે. છવનિકાયથી ભરેલા આ ચૌદ રાજલોકમાં સર્વથા પાપથી રહિત બનવાનું ગૃહસ્થપણામાં અર્થાત્ પહેલે ગુણઠાણે કે ચોથે પાંચમે ગુણઠાણે શક્ય નથી. છ- સાતમે ગુણઠાણે જ એ શક્ય હોવાથી ભગવાને સાધુપણું બતાવ્યું છે. આ એક જ શાસન એવું છે કે જે સૂક્ષ્મ જીવની કે બાદર જીવની, રસ જીવની કે સ્થાવર જીવની, સંકલ્પથી કે સંકલ્પ વિના, જાણતાં કે અજાણતાં, મિથ્યાત્વથી અવિરતિથી કે કષાયથી, મનથી વચનથી કે કાયાથી હિંસા કરવી ન પડે એવો માર્ગ બતાવે છે. ભગવાનની આજ્ઞા મુજબ મનવચનકાયાને પ્રવર્તાવે તો કોઈ જાતનો કર્મબંધ ન થાય. જે કર્મબંધ થાય તે પણ એવો ગુણસ્થાનકપ્રયિક થાય કે જે ભવાંતરમાં ન રખેડાવે, એ જ ભવમાં પૂરો થઈ શકે. પરંતુ ભૂતકાળનાં કર્મો કાઢવાનું શક્ય ત્યારે બને કે જ્યારે સૌથી પહેલાં વર્તમાનનાં કર્મો અટકાવીએ. વર્તમાનમાં આપણો ધર્મ કેવો છે ? કર્મોને અટકાવે એવો કે કર્મોને બાંધી આપે એવો ? ધર્મ કરવાથી આપણા કપાયાદિ દોષોની હાનિ થાય તો સમજવું કે નિર્જરા કરાવનારો ધર્મ થયો અને ધર્મ કરવાથી સંસારનું સુખ મળે તો પુણ્યબંધ કરાવનારો ધર્મ થયો છે - એમ સમજવું. ધર્મ કરવાથી સારું થાય તો સમજવું કે પુણ્યબંધ કરાવનાર ધર્મ કર્યો અને ધર્મ કરવાથી આપણે સારા થઈએ તો નિર્જરા કરાવનાર ધર્મ કર્યો છે - એમ સમજવું. ધર્મ કરવાના કારણે રાગદ્વેષની પરિણતિ કેટલી ઘટી, વૈરાગ્ય કેટલો વધ્યો, સહનશક્તિ કેટલી કેળવાઈ, વિષયકષાયનો રસ કેટલો ઘટ્યો, ગુણની તાલાવેલી કેટલી જાગી, સ્વાધ્યાયનો રસ કેટલો વધ્યો, વિકથાનો રસ કેટલો ઘટ્યો - આ બધું વિચારીએ તો આપણો ધર્મ નિર્જર પ્રધાન છે કે નહિ : એ ખબર પડે.
સાધુ થયા પછી આજ્ઞા મુજબ વાપરે તો કોઈ દોષ ન લાગે. સાધુને રોટલી અને શાક ભેગા કરવાના જ નથી તો શાક વગર ચાલે ને ? છતાં ગુરુની આજ્ઞાથી વાપરે તો કોઈ દોષ નથી. લીલોતરી વાપરવામાં દોષ નથી, આજ્ઞા ન માનવામાં દોષ છે. સાધુપણામાં નિર્દોષ પણ પોતાની ઇચ્છા મુજબ વાપરે તો દોષ લાગે અને દોષિત પણ ગુરુની આજ્ઞાથી વાપરે તો તે નિર્દોષ કહેવાય. સાધુપણામાં
(૭૮) -
| (૭૯)
Page #42
--------------------------------------------------------------------------
________________
સ0 પુણ્યાનુબંધી પુણ્ય બંધાય તો શું વાંધો ?
પુણ્ય બાંધવાની ઇચ્છાવાળાને પુણ્યાનુબંધી પુણ્ય ન બંધાય. મોક્ષસાધક આરાધના કરતી વખતે જે પુણ્ય બંધાય તે પુણ્યાનુબંધી હોય. વીશસ્થાનકની આરાધનાથી તીર્થંકરનામકર્મની નિકાચના થાય, પરંતુ આરાધના કરતી વખતે લક્ષ્ય કર્મનિર્જરાનું હોય. કર્મનિર્જરાના લક્ષ્યથી જ પરિણામ વિશુદ્ધ બને છે અને સવિ જીવને શાસનરસી બનાવવાની વિશુદ્ધ ભાવનામાં તીર્થંકરનામકર્મની નિકાચના થાય છે. પુણ્યાનુબંધી પુણ્ય સુખ આપે છે માટે ઉપાદેય છે - એવું નથી, સુદેવાદિનો યોગ કરાવી આપે છે - એટલા પૂરતું ઉપાદેય છે.
સવ ભગવાનના શાસનમાં શાલિભદ્રજી અને પુણિયા શ્રાવક : બેમાં વધારે નિર્જરા કોને ?,
શાલિભદ્રજીને. તેમને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હતો માટે નહિ, એ પુણ્યોદય છોડીને તેમણે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ પ્રગટ કર્યો માટે. બાકી પુણ્યનો અનુબંધ બન્નેનો સરખો હતો. તેમને પુણ્યના ઉદયમાં રતિ ન હતી તો પુણિયા શ્રાવકને પાપના ઉદયમાં પણ અરતિ ન હતી. પરંતુ પુણિયા શ્રાવક ચારિત્ર સુધી પહોંચી ન શક્યા. તેમનું સામાયિક ભગવાને વખાણ્યું હતું પરંતુ તેમને ચારિત્રનો પરિણામ ન હતો. તેમને જે મળ્યું હતું તેમાં સંતોષ હતો, અધિકનો લોભ ન હતો. જે છે એ ચલાવવાની વૃત્તિના કારણે અધિકના લોભથી બચી ગયા હતા, પણ જે છે એ છોડવાની તૈયારી ન હોવાથી ચારિત્ર ન પામી શક્યા.
જ્યારે શાલિભદ્રજીને જે છે એમાં ઓછું લાગ્યું તો એ પણ નથી જોઈતું આ પરિણામ આવવાથી ચારિત્ર પામી ગયા. આજે તમને પણ જે મળ્યું છે એમાં સંતોષ છે ને ? ‘જે છે એ ચાલશે’ - આ પરિણામ જ તમને સંસારમાંથી નીકળવા દેતો નથી. આપણને પુણ્ય ઓછું લાગ્યા પછી એટલામાં નભાવવા તૈયાર થઈએ છીએ, જ્યારે એમને પુણ્યમાં ખામી લાગી તો છોડી દીધું. જેવું-તેવું પુણ્ય પણ નભાવવાની વૃત્તિ સુખની લાલચને સૂચવે છે. તો હવે કહો, પુણ્યાનુબંધી પુણ્ય ભોગવવાલાયક કે છોડવાલાયક ? જેને પુણ્ય ભોગવવું ન હોય તે પુણ્ય બાંધવા માટે મહેનત શા માટે કરે ? સાધુભગવંત પુણ્યનો ઉદય છોડીને આવ્યા પછી નિર્જરા માટે જ પ્રયત્ન કરે. નિર્જરા માટે ધર્મ કરતાં પુણ્ય બંધાઈ જાય - એ
જુદું. સાધુસાધ્વી પુણ્યને ઉપાદેય માને નહિ અને જે પુણ્યોદયને ઉપાદેય માનતા હોય તેની પણ પુણ્ય ઉપરથી નજર ખસેડે. પુણ્યથી મળેલું સુખ સારભૂત ન લાગે અને પાપથી આવનારું દુ:ખ અસારભૂત ન લાગે – એવું કરી આપે તેનું નામ સાધુભગવંત. પુણ્યના ઉદયને ઉપાદેય માને તેને સમ્યકત્વ પણ ન મળે, માગનુસારિતા પણ ન મળે. પુણ્ય વધવાથી સંસારનાં સુખો મળશે, ધર્મ નહિ મળે. ધર્મ તો ક્ષયોપશમ વધવાથી જ પ્રાપ્ત થશે. તેથી પુણ્ય વધારવા માટે મહેનત નથી કરવી, યોપશમ વધારવા માટે મહેનત કરવી છે. દીક્ષા આપણા નસીબમાં નથી - એમ કહીને માંડી વાળવાની જરૂર નથી. ધંધામાં નસીબ ન હોય તોય નસીબ અજમાવીએ ને ? નસીબ અજમાવવા માટે ધંધો કરવો છે, પણ ધર્મ નથી કરવો ને ? જે ધર્મ કરીએ છીએ તે પણ કેવો છે ? આસક્તિ મરે એવો કે આસક્તિ વધે એવો ? ભલે માર્ગાનુસારીપણાનો ધર્મ હોય કે સમ્યકત્વરૂપ ધર્મ હોય, આપણી આસક્તિ મરે અને ભગવાનની આજ્ઞા સચવાય એવો ધર્મ કરવો છે. આ તો લોકમાં જેમ કહેવાય છે કે ‘શિર મુંડાવે તીન ગુન, મીટે સિર કી ખાજ, ખાને કો લ’ મીલે, લોક કહે મહારાજ.' તેમ આપણે પણ સમ્યકત્વમાં ત્રણ ગુણ માની લીધા છે : આ લોકમાં સુખ છોડવું ન પડે, ચારિત્ર લેવું ન પડે અને પરલોકમાં દેવલોક મળે ! બરાબર ને ? સમ્યકત્વની જરૂર તો સુખ ઉપરનો રાગ છોડવા અને દુ:ખ ઉપરનો દ્વેષ કાઢવા માટે છે. સુખ છોડવું પડતું હોય ને દુ:ખ વેઠવું પડતું હોય તો સમ્યત્વને રજા આપવી છે ને ? ચારિત્ર કદાચ ન મળે, પણ સમ્યકત્વ મેળવ્યા વગર રહેવું નથી – એટલું તો ખરું ને ? સમ્યકત્વ મેળવવા માટે સુખનો રાગ છોડવો પડશે અને દુ:ખ પર રાગ કેળવવો પડશે. કંઈક પામીને જવું છે કે જેમ ચાલે છે - એમ ચાલવા દેવું છે ?
અત્યાર સુધીમાં પૃથ્વીકાયથી માંડીને વનસ્પતિકાયમાં જીવત્વ સિદ્ધ કરી આપ્યું. ત્રસકાયમાં તો જીવત્વ સિદ્ધ જ છે ને ? ભોગસુખનાં સાધન જેટલાં ઓછાં તેટલી ત્રસકાયની રક્ષા વધારે. પ્રવૃત્તિ ઓછી કરીએ તો ત્રસજીવોને બચાવી શકાય. આજે તો સાધુપણામાં બિનજરૂરી પ્રવૃત્તિઓ એટલી વધી ગઈ છે કે પ્રતિલેખના - પ્રમાર્જના કરવા માટે સમય રહેતો જ નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે જીવજંતુ ન થાય માટે વારંવાર પ્રતિલેખના કરવી. જ્યારે અમે લગભગ જીવજંતુ થાય ત્યારે પ્રતિલેખના કરવા બેસીએ. જીવનિકાયના સ્વરૂપનું જ્ઞાન તેમની રક્ષા
(૮૧)
Page #43
--------------------------------------------------------------------------
________________
માટે કરવાનું છે. આ રીતે લોકાકાશમાં છવનિકાય વ્યાપીને રહેલા હોવાથી તેમની રક્ષા કરવાનું કામ અશક્ય છે – એવી શંકા શિષ્ય નથી કરતો. એ તો હવે બીજાને દુઃખ આપ્યા વિના કઈ રીતે જીવવું - એનો વિચાર શરૂ કરે છે, આપણે તો વિચાર માંડી જ વાળીએ ને ? જે જીવોના સ્વરૂપનો વિચાર કરે તે તો પ્રતિજ્ઞા લેવા તૈયાર થાય, આપણે તો હાથ ખંખેરીને ઊભા થઈ જઈએ ને ? આ તો કહે કે ‘ચારિત્ર લેવાનું આપણું કામ નહિ, આપણે ચારિત્રના ભાવમાં રમીશું, સંસારમાં અલિપ્ત રહીશું.' દ્રવ્ય ચારિત્રની શક્તિ ન હોય ને ભાવચારિત્રની વાત કરીએ તો તે ક્ષમ્ય ગણીએ, પણ દ્રવ્યથી ચારિત્ર લેવાની શક્તિ હોવા છતાં માત્ર ભાવમાં રમવાની વાતો કરે તે લુચ્ચા છે. કરવું કશું નહિ ને આત્મરમણતાની વાતો કરવી એ બરાબર નથી. એશ-આરામમાં પગ પર પગ ચડાવીને આત્મરમણતાની વાતો કરવી એ તો, દૂધની બાટલી મોઢામાં હોય ને રડે નહિ – એના જેવી હાલત છે. શરીરને કાપે છતાં રાડ ન પાડે - એ સાચી આત્મરમણતા છે. સુખમાં સમાધિમાં જીવવું - એ સંસારનો માર્ગ છે. દુ:ખમાં સમાધિમાં જીવવું એ મોક્ષમાર્ગ છે. સુખ છૂટી જાય અને દુઃખ પડે છતાં સમાધિમાં ખલેલ ન પડે એ ભગવાને બતાવેલો માર્ગ છે.
આ ચોથા અધ્યયનના છ અર્થાધિકારમાંથી સૌથી પહેલો અર્થાધિકાર જીવ અને અજીવના સ્વરૂપના જ્ઞાનનો છે. તેમાં આપણે જીવનું સ્વરૂપ સામાન્યથી જોઈ ગયા. હવે અજીવનું સ્વરૂપ વિચારવું છે. છજીવનિકાયની હિંસાથી વિરામ પામવા માટે જેમ જીવનું જ્ઞાન જરૂરી છે તેમ અજીવનું જ્ઞાન પણ જરૂરી છે. કારણ કે મોટેભાગે અજીવ પ્રત્યેના રાગદ્વેષના કારણે જ હિંસાદિ પાપો થતાં હોય છે. જે જીવાસ્તિકાયથી ભિન્ન છે તે અજીવ દ્રવ્ય છે. જીવની પ્રત્યે જેમ રાગદ્વેષ થાય છે તેમ અજીવ પ્રત્યે પણ રાગદ્વેષ થાય છે. પરંતુ અજીવમાંથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય કે કાળ આપણા પરિભોગના વિષય બનતા નથી કે જેથી તેમાં રાગદ્વેષ થાય. જ્યારે પુદ્ગલાસ્તિકાયદ્રવ્ય ગ્રાહ્ય કોટિનું બનતું હોવાથી તે રાગદ્વેષમાં નિમિત્ત બને છે. પુદ્દગલમાં પણ સોળ પ્રકારની વર્ગણામાંથી ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ, શ્વાસોશ્વાસ, ભાષા અને મન : આ આઠ વર્ગણાઓ ગ્રાહ્ય કોટિની છે. તેમાંથી ય મોટેભાગે ઔદારિકવર્ગણાનાં પુદ્ગલો આપણા પરિભોગમાં આવતાં હોય છે. કાળના અણુ ન હોવાથી તે ગ્રાહ્ય બનતો (૨)
નથી. વર્ષના લક્ષણવાળો કાળ એક સમયનો છે. આવલિકા, ઘડી, અંતર્મુહૂર્ત પ્રહર, દિવસ, વર્ષ વગેરે વ્યવહારકાળ છે. વ્યવહારકાળ ઔપચારિક છે તેથી તેના પણ અણુ નથી. દિગંબરો કાળના અણુ માને છે - એ માન્યતા ખોટી છે.
સ૦ જીવના એક સમયના પર્યાયને કાળ માનીએ તો ચાલે ને ?
ચાલે. છતાં કાળને પરિવર્તનશીલ માન્યો છે માટે તેને સ્વતંત્ર દ્રવ્ય ગણ્યું છે. ભૂત, ભવિષ્ય, વર્તમાન આ પર્યાયો છે. જે પર્યાયવદ્ હોય તેને દ્રવ્ય કહેવાય. પુદ્દગલાદિ દ્રવ્યનો પણ ભૂત, ભવિષ્ય કે વર્તમાન પર્યાય કાળની મુખ્યતાઓ હોવાથી તે ભૂતાદિ પર્યાયવાળા કાળદ્રવ્યને સ્વતંત્ર દ્રવ્ય માનવામાં આવે છે. તિથિ વગેરે કાળ સૂર્યચંદ્રની ગતિના કારણે નિયત છે માટે તે વ્યવહારકાળ છે.
સ૦ શાસ્ત્રમાં ‘તે કાળ તે સમયને વિષે' આવું આવે છે તે બન્ને કાળ જુદા છે ? તમે જેમ ‘જાન્યુઆરી મહિનાની દસમી તારીખે દસ વાગે' એવો ચોક્કસ કાળ બતાવો છો તેમ અમારે ત્યાં પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાળ બતાવવા આ પ્રમાણે જણાવાય. ‘તે કાળ' એટલે જે અવસર્પિણી-આરો વગેરે સ્થૂલ કાળ હોય તે, અને ‘તે સમય' એટલે અમુક દિવસે, અમુક મુહૂર્તો... એવો અર્થ સમજવો. કાળદ્રવ્ય લગભગ રાગાદિમાં નિમિત્ત નથી બનતું. જ્યારે ગ્રાહ્ય પુદ્દગલો રાગાદિના તેમ જ હિંસા વગેરેના નિમિત્ત બન્યા વિના રહેતાં નથી. પુદ્ગલ સુખનું કારણ નથી. છતાં તેને સુખ-દુઃખનું કારણ માની આપણે તેના પર રાગદ્વેષ કરીએ છીએ – આ એક આપણો ભ્રમ છે. આ ભ્રમ ટાળવા, પુદ્ગલના રાગદ્વેષને મારવા માટે અહીં પુદ્દગલના સૂક્ષ્મસૂક્ષ્મ વગેરે છ ભેદ બતાવ્યા છે. કેટકેટલા વિષયો આપણા રાગદ્વેષમાં નિમિત્ત બનતા હોય છે ! સાધુસાધ્વી પણ પુદ્દગલના સારાનરસાપણાનો વિચાર કરતાં થઈ ગયાં છે. જે પરિગ્રહરૂપ છે તે પેન વગેરેમાં પણ કલર ન ગમે માટે ન વાપરે એ ચાલે ! ઉપાશ્રયમાં પરઠવવા માટે કૂંડી બાંધી હોય તેની પણ અનુમોદના કરી બેસે કે – ‘કામળીના કાળમાં પણ કામળી ઓઢ્યા વગર પરઠવી શકાય એવી વ્યવસ્થા કરી છે, કહેવું પડે કે માથું ચલાવીને કામ કર્યું છે' આમ અનુમોદના કરનારે માથું ગુમાવ્યું છે એમ માનવું પડે ને ? પેનમાં પસંદગી, ચર માની ફ્રેમમાં પસંદગી, કપડા-કામળી વગેરેમાં પસંદગી...
(૮૩)
Page #44
--------------------------------------------------------------------------
________________
આ બધું યુગલનો રાગ જ કરાવે છે ને ? અજીવ પ્રત્યે રાગદ્વેષ ન કરીએ તો કોઈ જીવની હિંસા કરવાનો વખત ન આવે. જેને પુદ્ગલનો સંગ ન ગમે તેને કોઈ જીવ ઉપર રાગદ્વેષ કરવાની જરૂર ન પડે. જે રાગદ્વેષ ન કરે તેને કોઈ આશ્રયસ્થાન ન નડે. રાગદ્વેષના વિષયો અમાપ છે, તેના ઉપરની રાગદ્વેષની પરિણતિ નહિ છોડીએ તો તે દુર્ગતિ તરફ ઘસડી ગયા વગર નહિ રહે. રાગ ગમ્યા કરે, દ્વેષ ગમ્યા કરે અને ‘રાગદ્વેષ ભૂંડા છે' - એમ આખા ગામને સમજાવીએ - આ એક બનાવટ છે ને ? આ બનાવટ ટાળવા માટે બીજાને સમજાવવાના બદલે આપણી જાતને સમજાવીને સુધારી દેવી છે. પુણ્યના ઉદયના કારણે વસ્તુ મળ્યા કરે, પણ વસ્તુ ગમ્યા કરે - એ પાપનો ઉદય છે. શિષ્યને પુદ્ગલના રાગદ્વેષથી બચાવવા લક્ષ્યમૂલ્યવાળી કામળી(રત્નકંબલ) ઉપર પણ કાતર ચલાવનારા આચાર્યભગવંતો ભગવાનના શાસનમાં થઈ ગયા છે. રાગનું કારણ ન બને માટે સારી વસ્તુ લાવવી નહિ, રાખવી નહિ. દ્વેષનું કારણ ન બને માટે અંતકાંત વસ્તુ સમભાવે વાપરવી. રાગ ટાળવા માટે રાગના પાત્રથી દૂર રહેવું, દ્વેષ ટાળવા માટે દ્રષના પાત્રની નજીક જવું - આ ઉપાય છે.
અજીવના અધિકારમાં જણાવે છે કે અજીવ બે પ્રકારના છે : પુદ્ગલસ્વરૂપ અજીવ અને નોપુદ્ગલ સ્વરૂપ અજીવ. તેમાં પુદ્ગલસ્વરૂપ અજીવ છ પ્રકારના છે : (૧) સૂક્ષ્મસૂક્ષ્મ, (૨) સૂક્ષ્મ, (૩) સૂક્ષ્મબાદર, (૪) બાદરસૂક્ષ્મ, (૫) બાદર, (૬) બાદરબાદર, સૂક્ષ્મસૂક્ષ્મ એટલે અત્યંત સૂક્ષ્મ પરમાણુસ્વરૂપ પુદ્ગલ છે. સૂક્ષ્મપુદગલ બે પ્રદેશી ઢંધથી માંડીને અનંતપ્રદેશવાળાં સૂક્ષ્મરૂપે પરિણત પુદ્ગલો છે. સૂક્ષ્મબાદર એટલે મોટું ગણાય તેવું નાનું. ગંધનાં પુદ્ગલો સૂક્ષ્મ હોવા છતાં બાદર જેવા ગણાય છે માટે તેને સૂક્ષ્મબાદર કહેવાય છે. બાદરસૂક્ષ્મ એટલે નાનું ગણાય એવું મોટું. વાયુકાયનાં શરીર બાદર હોવા છતાં સૂક્ષ્મજેવાં છે માટે તેને બાદરસૂક્ષ્મ કહેવાય છે. બાદરપુદ્ગલ તરીકે ઝાકળ વગેરે અપ્લાયનાં શરીર છે. અને બાદરબાર તરીકે તેઉકાય, વનસ્પતિકાય, પૃથ્વીકાય અને ત્રસકાયનાં શરીરો છે. આ પ્રમાણે છ પ્રકારનો અથવા સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ : એમ ચાર પ્રકારનો પુદ્ગલાસ્તિકાય છે; જે જીવ વડે ગ્રાહ્ય છે. આત્મા ગ્રાહુક છે અને પુદ્ગલ ગ્રાહ્ય છે. નોપુદ્ગલ અજીવ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય : એમ ત્રણ પ્રકારનો છે. આત્મા ચેતન હોવા છતાં જડ એવા પુદ્ગલને ગ્રહણ કરી તેનાથી
જ પોતે બંધાય છે - આ એક વિચિત્ર દશા છે. જે આપણા પોતાના બંધનું કારણ છે તેને આપણે મજેથી ગ્રહણ કરીએ છીએ ને ? આજે નક્કી કરવું છે કે જે ચીજ ગમી જાય તેનો કાયમ માટે ત્યાગ કરી દેવો. પુદ્ગલના અંશથી, પુદ્ગલની કૃપાથી જે મળે તેમાંથી કશું જ આત્માનું નથી. કાઢી નાંખવા જેવી ચીજ નિર્દોષ હોય તો સૌથી પહેલાં રાખવી, રાખવા જેવી ચીજ ન છૂટકે સૌથી છેલ્લે લેવી. આપણને જે અનુકૂળ હોય તે નિર્દોષ મળે તો લઈ આવવું - એવું નથી. નિર્દોષ આહાર પણ ગુરુની અને ભગવાનની આજ્ઞા મુજબ લાવવાનો છે. નિર્દોષ ભિક્ષા માટે સ્વચ્છંદીપણે વર્તે તે આત્માથીપણું નથી. જૈન ગૃહસ્થના ઘરે રોટલી, દાળ, ભાત, શાક મળે તો રબારીનાં ઘરોમાં છાશરોટલો લેવા ન જવું. આ બધી વાત તમારી આગળ સાધુસાધ્વીની ટીકા કરવા માટે નથી કરી; ‘સાધુ મહાત્મા પણ સારી વસ્તુ વાપરે તો તેમને રાગ થઈ જાય, ઇચ્છા મુજબ જીવે તો કર્મ બંધાય... તો મારું શું થશે ?' આટલો વિચાર કરતા થાઓ માટે કરી છે. આટલું વિચારતા થશો તો કાલે ઊઠીને સવારની રોટલી અને ઠંડી ચા સાંજે વાપરવાનો વખત આવશે ત્યારે આંખમાં પાણી નહિ આવે, દીનતા નહિ આવે. પંખો કે એ.સી. ચાલુ કરતાં સાધુભગવંતનું શું થતું હશે ?' એવો વિચાર આવે તો ગમે તેટલી અસહ્ય ગરમી પણ સૌકોટિની બની જાય. સુખ ભોગવવાનું મન થાય ત્યારે પણ સાધુને યાદ કરી પાંચ મિનિટ થોભીને પછી પ્રવૃત્તિ કરીએ તો રસ ઘટી જાય, આવેગ શમી જાય. થોડી રાહ જોઈએ તો જીવનમાં પરિવર્તન આવ્યા વિના ન રહે.
આ રીતે આપણો જીવાજીવાભિગમ નામનો પહેલો અર્વાધિકાર પૂરો થયો. પહેલા અધિકારમાં જીવ અને અજીવનું સ્વરૂપ જે રીતે સમજાવ્યું છે તે જો બરાબર સમજાઈ જાય તો તેવા પ્રકારની શ્રદ્ધા પણ પ્રગટ્યા વિના ન રહે. આ શ્રદ્ધા ચારિત્ર સુધી પહોંચાડ્યા વિના રહેતી નથી. આ ચારિત્રની પ્રાપ્તિ માટે જ જીવનિકાયની હિંસાથી વિરામ પામવું જરૂરી છે તેથી તે બીજા અધિકારમાં જણાવે છે :
इच्चेसिं छहं जीवनिकायाणं नेव सयं दंड समारंभिजा, नेवन्नेहिं दंड समारंभाविजा दंड समारंभंतेऽवि अन्ने न समणजाणामि जावजीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि तस्स भंते पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । (सूत्र-२)
Page #45
--------------------------------------------------------------------------
________________
પૂર્વસૂત્રમાં છેલ્લે આપણે જોઈ ગયા કે છયે જીનિકાય સુખને ઇચ્છવાના સ્વભાવવાળા છે, તેથી આ છજીવનિકાયને વિષે આપણે જાતે તેમને સંઘટ્ટન વગેરે દ્વારા પીડા ઉપજાવવા સ્વરૂપ દંડનો સમારંભ કરવો નહિ, બીજા નોકરચાકર વગેરે પાસે પણ આવા દંડનો સમારંભ કરાવવો નહિ અને જે આ રીતે પીડા આપવાનું કે અપાવવાનું કામ કરતા હોય તેમની અનુમોદના કરવી નહિ, તેમને સારા માનવા નહિ... આ પ્રમાણે ભગવાનનું વચન છે. તે જ કારણથી જ્યાં સુધી જીવું ત્યાં સુધી ત્રિવિધે ત્રિવિધે મનથી, વચનથી કે કાયાથી આવા પ્રકારનો દંડ હું જાતે કરીશ નહિ, બીજા પાસે કરાવીશ નહિ અને જે કરતા હોય તેની અનુમોદના નહિ કરું, તેમને સારા માનીશ નહિ, તેવા પ્રકારનો દંડ ભૂતકાળમાં જે કાંઈ કર્યો છે તેનાથી હું પાછો ફરું છું, આત્મસાક્ષીએ તેની નિંદા કરું છું, ગુરુસાક્ષીએ તેની ગર્હા કરું છું અને તે પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવું છું... આ પ્રમાણે સાધુભગવંતની પ્રતિજ્ઞા છે. આવા પ્રકારની પ્રતિજ્ઞાનો પરિણામ ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપરામ વિના પ્રગટતો નથી. કર્મનાં આવરણ પતલાં પડે, ઢીલાં પડે પછી જ ક્ષયોપશમભાવની સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. આ સંસારમાં મિથ્યાત્વાદિ કર્મોને આધીન થઈને આપણે અનેક પ્રકારના જીવોને અનેક પ્રકારની પીડા આપવાનું કામ કર્યું છે. એ કર્મોની આધીનતા ટળે એટલે જીવોને પીડા પહોંચાડવાનો પરિણામ દૂર થાય છે અને તેમની રક્ષાનો પરિણામ જાગે છે. આથી જ કોઈ પણ જીવને પીડા નહિ પહોંચાડવાની પ્રતિજ્ઞા લેવાનું બને છે. છજીવનિકાયને પીડા આપવાનું કામ સામાન્યથી દસ પ્રકારે થાય છે. ઇરિયાવહિયા સૂત્રમાં ‘અભિયા’થી માંડીને ‘જીવિયાઓ વવરોવિયા’ સુધીના દસ પ્રકારના દંડ છે. જેના કારણે આત્મા નરકાદિ દુર્ગતિમાં દંડાય છે તેને દંડ કહેવાય છે. ટીકામાં ‘સંઘટ્ટન-પરિતાપન'નું ગ્રહણ કર્યું છે. તેના ઉપરથી આગળપાછળના અભિઘાત, કિલામણા વગેરેનું પણ ગ્રહણ થઈ જાય છે. જેના કારણે સામા જીવને દુઃખની લાગણી થતી હોય તે બધો જ દંડ કહેવાય છે. પ્રતિક્રમણ કે વ્યાખ્યાનાદિમાં બેસેલાને એક જગ્યાએથી ઉઠાડીને બીજી
જગ્યાએ બેસાડીએ તો તેને દુ:ખ થાય ને ? આપણે બેઠા હોઈએ ત્યાંથી ‘આ મારી જગ્યા છે' એમ કહીને કોઈ ઉઠાડે તો દુ:ખ થાય તેમ આપણે બીજાને ઉઠાડીએ તો એને પણ દુ:ખ થવાનું. આથી જ ‘ઠાણાઓ ઠાણું સંકામિઆ’ (એક સ્થાનેથી બીજે સ્થાને ખસેડ્યા) આને પણ એક પ્રકારનો દંડ કહ્યો છે. સામાની
(૬)
ઇચ્છાવિરુદ્ધ કામ કરીએ તો તેને દુ:ખ પહોંચવાનું જ. પોતાના તરફથી કોઈને પણ દુઃખ ન આપવું - આ સાધુપણાની પ્રતિજ્ઞા છે. આથી જ સાધુભગવંત ગોચરીએ જાય તો કૂતરા વગેરેને ખસેડે નહિ, બાળકો રમતા હોય તો તેમને ખસેડે નહિ. કારણ કે આ રીતે ખસેડવાથી તેમને દુ:ખ થાય. તમે તો સ્કૂટર પાર્ક કરવા માટે લારીવાળાને પણ ખસેડો ને ? સાધુભગવંત આવું ન કરે. આ બધું તમને એટલા માટે સમજાવીએ છીએ કે જેથી સાધુપણાની પ્રતિજ્ઞા કેટલી દુષ્કર છે : એનો તમને ખ્યાલ આવે. સાધુપણું તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે તે આ આચારના કારણે. જેને માર્ગે ચાલવું હોય તેના માટે સાધુપણું તલવારની ધાર છે. બાકી જેને ઇચ્છા મુજબ જ જીવવું છે તેના માટે તો સાધુપણું મખમલની ગાદી જેવું છે. આ બધો આચાર પાળવાનો હોય તો એમ થાય ને કે ખાધા વગર ચાલે એવું હોય ત્યાં સુધી ખાવું જ નથી. છોકરાઓ રમતા હોય તો તેમને અટકાવાય નહિ, ખસેડાય નહિ, એ માર્ગ છોડી દેવો.
સ∞ અમારે શું કરવાનું ? છોકરાને રમવાની ના પાડવાની ?
તમારે પણ એમને દુ:ખ ન થાય એ રીતે કરવાનું. ‘મહારાજ સાહેબ પધારે છે, ખસી જાઓ...' એવું નહિ કહેવાનું. પહેલેથી જ એવા સંસ્કાર આપ્યા હોય તો છોકરાઓ પોતે સાધુને જોતાંની સાથે ‘મર્ત્યએણ વંદામિ' કહીને ઊભા રહી જાય. આ તો અમે વહોરવા આવીએ તો તરત ટી.વી. બંધ કરી નાંખે અને છોકરાઓ અમને મનમાં ગાળો આપે ! તમારા ઘરમાં લાઇટ, ટી.વી., પંખો ચાલુ હોય ને અમે આવીએ તો અમને પાપ નથી લાગવાનું. અમારા નિમિત્તે બંધ કરો તો અમને પાપ લાગે. તેથી વિવેક રાખીને કામ કરવું. આ તો ગૃહસ્થ અમારી સાથે હોય ને કૂતરાને ખસેડે તો સાધુ પણ અનુમોદના કરે કે ‘ગૃહસ્થ વિવેકી છે, જાતે જ કૂતરાને ખસેડ્યો.’ પાછા કહે ‘મારતા નહિ.' મારવામાં પાપ અને ખસેડવામાં પાપ નહિ !! ગભરાવવામાં પાપ નહિ? આ બધું સૂક્ષ્મતાથી વિચારવાની જરૂર છે. ગોચરીએ જતી વખતે પણ સાધુને નિર્જરા ઘણી છે પરંતુ ભગવાનની આજ્ઞાનું સૂક્ષ્મતાથી પાલન કરવામાં આવે તો.
સ૦ રસ્તામાં હડકાયું કૂતરું મળે તો ?
મરણાંત ઉપસર્ગ સહન કરવાનો. વાઘ આવે તો શું કરો ?
(૮૭)
Page #46
--------------------------------------------------------------------------
________________
સ0 પ્રાણ બચાવવા ખસેડાય કે મરાય નહિ ? આપ ન કરો, પણ અમારે તો ધ્યાન રાખવાનું ને ?
આપણી સમાધિ ન રહેતી હોય, આપણામાં સત્ત્વ-સહનશીલતા ન હોય તો ઉપાય વિચારવો. બાકી સાધુનો આચાર કેવો છે - એ સમજી રાખો. સાધુની ફરજ તો દુ:ખ ભોગવવાની જ છે. જ્યારે ગૃહસ્થની ફરજ સાધુને બચાવવાની છે. સાધુભગવંત તો મચ્છર કરડે તોપણ સહન કરવાના સ્વભાવવાળા હોય. મરણાંતકષ્ટ આવે તો મરવા તૈયાર થવું જ પડશે. સંલેખના બાર વર્ષની કરવાની હોય, પણ જે આકસ્મિક પ્રસંગ આવે તો તત્કાળ ચાર આહારનો ત્યાગ પણ કરવો પડે. આપણે મરણ પામીએ તોપણ દંડનો સમારંભ કરવો નહિ. મચ્છર ઉડાડવા માટે ધૂપધાણું લઈને આવનારાને ‘ખૂણામાં લઈ જાઓ’ એમ કહેવું - એ પણ એક પ્રકારનો દંડસમારંભ છે. પોતાની મેળે ધૂપધાણું કરવા આવે, કાજો લેવા કે પોતું કરવા આવે ત્યારે વિકસિત નજરે આસન છોડીને જગ્યા ખાલી કરી આપવી તેનું નામ દંડની અનુમોદના.
સવ તેવા વખતે શું કરવાનું ?
ભંગી ડોલ લઈને જાય ત્યારે જે રીતે જોઈએ તે રીતે જોવું. વિષ્ટા કરતાં પણ પાપ ભૂંડું લાગે અને પાપની જુગુપ્સા જાગે તો કામ થાય. દંડના સમારંભથી મકાન તો ચોખ્ખું થઈ જશે પણ સાથે આત્માની ધુલાઈ થશે – એ યાદ રાખવું. જ્યાં દંડસમારંભ કરવો પડે એવા સ્થાનેથી આપણે ખસી જવું.
સ0 ઘરમાં માંકણ થાય તો ?
ઘર છોડી દેવાનું, ઉપાશ્રયમાં આવતા રહેવાનું !! સૌથી પહેલાં તો એ વિચારો કે આવું બન્યું કેમ ? ઘરમાં સાફસફાઈ રાખીએ તો જીવજંતુ થાય જ નહિ. આ તો બધું સંઘર્યા કરે, સાફસૂફી કરે નહિ અને દીવાળીના દિવસોમાં બધું ઉલેચવા બેસે તો પારાવાર હિંસા થાય જ ને ? રોજની રોજ સફાઈ કરે તો કંથવા, કંસારી, માંકણ, વાંદા વગેરે થવાનો પ્રસંગ જ ન આવે. આ તો છાપાની પસ્તી વેચીને પણ તેની વસ્તુ ઉપજાવે. એ પસ્તીમાં કેટલી કંસારી-કંથવા વગેરે થાય ? પસ્તી વેચીને કંથવા મારીને પૈસા ભેગા કરવા એ શ્રાવકનો આચાર છે ?
૮) =
શ્રાવક તો જે વસ્તુ નકામી થઈ ગઈ હોય તેનો યોગ્ય રીતે નિકાલ કરીને બધું ચોખ્ખચટ રાખે કે જેથી જીવજંતુનો ઉપદ્રવ થાય જ નહિ. જયણા એ ધર્મ છે. સાધુભગવંત દંડનો સમારંભ કરે નહિ, કરતાને અનુકૂળતા આપે નહિ અને તેમની અનુમોદના પણ ન કરે. ‘આ ક્ષેત્ર સરસ છે, બધી જ સગવડ છે, બધું ચોખ્ખુંચટ રાખે છે'... વગેરે બોલવું તે અનુમોદના છે. કરવા, કરાવવા કરતાં અનુમોદનાનું પાપ ઘણું છે, કારણ કે એ તો માત્ર મનથી જ કરવાનું છે. બેઠા હોય એક સ્થાને અને અનુમોદના આખી દુનિયાની કરાય. આખી દુનિયામાં દંડનો સમારંભ કરવા આપણે જવાના નથી, પણ ત્યાંના સમારંભની અનુમોદના અહીં બેઠાં પણ કરાય ને ? અનુમોદનાના પાપથી બચવું હોય તો મોઢે તાળું મારવું અને ભીંત સામે મોટું કરી ચોપડીમાં માથું નાંખીને બેસવું. જેને બોલબોલ કરવાની ને ડાફોળિયાં મારવાની ટેવ હોય તે અનુમોદનાના પાપથી બચી નહિ શકે. જેના કારણે પોતાની પ્રતિજ્ઞા ગુમાવી બેસવાનું થાય તેવી વાતમાં સાધુ રસ ન લે.
જીવાવાભિગમના અધિકાર પછી આપણે બીજો અધિકાર શરૂ કર્યો છે. છયે જીવનિકાયના દંડનો સમારંભ મનથી, વચનથી કે કાયાથી કરવો નહિ, કરાવવો નહિ, કરતાને અનુમોદવા નહિ : આ પ્રમાણેની પ્રતિજ્ઞા વિરતિની છે. આઠ વરસનું બાળક હોય કે એંશી વરસના વૃદ્ધ હોય તોપણ વિરતિના પચ્ચખાણમાં કોઈ ફેરફાર નથી. પચ્ચખાણ ઉંમર જોઈને નથી અપાતું, યોગ્યતા જોઈન અપાય છે. આજ્ઞાનું પાલન ઓછુંવધતું થાય પણ પાપની નિવૃત્તિ તો એકસરખી જ હોય. જેની પાસે શક્તિ ન હોય, સહનશીલતા ન હોય તેના માટે અપવાદમાર્ગ ભગવાને જ બતાવેલો છે. ભગવાનની આજ્ઞા મુજબના અપવાદમાર્ગમાં પણ પાપ નથી. અને ઇચ્છા મુજબના ઉત્સર્ગમાર્ગમાં પણ પાપ છે. આપણી ઇચ્છાથી નિર્દોષ આહારાદિ લેવામાં પણ દોષ છે અને ભગવાનની આજ્ઞાથી દોષિત આહાર લેવા છતાં દોષ નથી.
સ0 ભગવાનની આજ્ઞા વગર ઉત્સર્ગમાર્ગે ચાલવામાં નુકસાન શું ?
સર્વ વિના ઉત્સર્ગે ચાલવાથી આર્તધ્યાન થાય, તેના કારણે પાપબંધ થવાથી દુર્ગતિમાં જવાનું થાય. ડોક્ટરના કહેવાથી ભૂખ્યા રહેવામાં પણ લાભ અને આપણી ઇચ્છાથી પૌષ્ટિક આહાર લેવામાં પણ નુકસાન છે. શ્રી ઉપદેશપદમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે અને શ્રી ઉપદેશરહસ્યમાં શ્રી યશોવિજયજી મહારાજે
(૮૯)
Page #47
--------------------------------------------------------------------------
________________
સ્વચ્છંદીપણામાં વિચરવાથી કેટલા દોષો લાગે છે તે જણાવ્યું છે. તે ગ્રંથમાં શિષ્ય શંકા કરે છે કે ગુરૂકુળવાસમાં રહેવાથી આટલા આટલા દોષ લાગે છે તેથી એકાકી વિહાર કરવો સારો. તેના નિરાકરણમાં ગ્રંથકારશ્રીએ જણાવ્યું છે કે ગુરૂકુળવાસમાં જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ અને વૃદ્ધિ જે રીતે થાય છે તેના કારણે દોષો પણ દોષરૂપ ગણાતા નથી. ગુરુકુળવાસમાં લેવાતા દોષો ગુરુની આજ્ઞાને લઈને સેવાતા હોવાથી દોષરૂપ નથી રહેતા. જ્યારે એકાકી વિહારમાં સ્વચ્છંદીપણાના અનેક દોષો રહેલા છે... આ બધું જ તેમાં વિસ્તારથી જણાવ્યું છે. ગુરુશિષ્યની પ્રશ્નોત્તરીમાં જ એ ‘ઉપદેશરહસ્ય' ગ્રંથ પૂરો થાય છે. ભગવાનની આજ્ઞા મુજબ અપવાદના સ્થાને અપવાદ સેવવો એ માર્ગ છે જ્યારે ઇચ્છા મુજબનો ઉત્સર્ગમાર્ગ એ પણ ઉન્માર્ગ છે. તીર્થંકર પરમાત્માએ અર્થથી ઉપદેશેલી દ્વાદશાંગીનું રહસ્ય આ એક જ છે કે - આપણી ઇચ્છા મુજબ ન જીવવું અને ગુરુની આજ્ઞા મુજબ જીવવું. આપણી ઇચ્છાથી કરેલું સારું લાગતું હોય તો પણ તે સારું નથી અને ગુરુની આજ્ઞાથી કરેલું સારું ન લાગતું હોય તો પણ સારું છે. એક રાજાના દ્વારપાળને રાત્રે સ્વપ્ન આવ્યું. તેમાં તેણે જોયું કે બીજા દિવસે સવારે રાજા જે નવા મહેલમાં રહેવા જવાનો હતો તે મહેલ ભાંગી પડવાનો છે. દ્વારપાળે વહેલી સવારે રાજાને એ વાત જણાવી. તેથી રાજા પણ નવા મહેલમાં ગયો નહિ. થોડી વારમાં એ મહેલ ભાંગી પડ્યો. આ રીતે સ્વપ્ન સાચું પડવાથી રાજાએ દ્વારપાળને ઇનામ આપ્યું અને સાથે દ્વારપાળની નોકરીમાંથી રજા પણ આપી. કારણ કે દ્વારપાળને સ્વપ્ન ક્યારે આવે ? ઊંઘ આવે ત્યારે ને ? જેને ઊંઘ આવે તે દ્વારપાળની નોકરી કરી શકે ?! જે કામ જેનું હોય તે કામ તે ન કરે એ સારું નહિ. સાધુપણું ઇચ્છા મુજબ જીવવા માટે નથી, આજ્ઞા મુજબ જીવવા માટે છે. આથી જ સાધુભગવંતોને દીક્ષા વખતે નામસ્થાપન કરવામાં આવે ત્યારે તેમનું પોતાનું નામ જણાવવા પહેલાં ચારનાં નામ જણાવવામાં આવે છે. આ ચારને માથે રાખીને સાધુપણું પાળવાનું છે - એ સમજાવવા માટે આચાર્યભગવંત, ઉપાધ્યાયભગવંત, પ્રવર્તિની (સાધ્વીને) અને ગુરુનું નામ પહેલાં જણાવીને પછી સાધુ કે સાધ્વીનું નામ જણાવાય છે. આ વડીલોની આજ્ઞામાં રહેવું - એ પ્રમાણે ભગવાનની આજ્ઞા છે. જે આચાર્યભગવંતનું કે ગુરુનું ન માને તેને તીર્થંકરની આજ્ઞાના ભંગનું પાપ લાગે. સાધુઓ પોતાની મેળે જીવતાં સ્વચ્છંદી ન બને તે માટે ચોવીસ કલાક નિશ્રા આપી છે, કે જેથી
(૯૦) =
એક પણ પાપ સેવાઈ ન જાય. ઉપદેશરહસ્ય ગ્રંથ નિશ્ચયનયનો નથી. નિશ્ચયથી તો કોઈ ગુરુ નથી ને કોઈ શિષ્ય નથી. જ્યાં ગુરુશિષ્યની વાત આવતી હોય તે વ્યવહારનય કહેવાય, નિશ્ચય નહિ. જ્યાં સુધી આપણે પરિપૂર્ણ ન થઈએ ત્યાં સુધી વ્યવહારમાં જ જીવવાનું છે. દ્વાદશાંગીના પ્રણેતા, ચૌદ હજાર સાધુના નેતા પણ છેડો ભગવાનનો ઝાલતા હતા. ગૌતમસ્વામી મહારાજા ભગવાનની નિશ્રામાં રહેતા હોય તો આપણને ગુરુની નિશ્રામાં રહેવામાં શું વાંધો આવવાનો હતો ? પરંતુ જાણે ઈચ્છા મુજબ જીવવા માટે જ સાધુ થયા ન હોઈએ - એવી રીતે જીવીએ છીએ ને ?
અહીં સાધુની પ્રતિજ્ઞામાં પહેલાં ‘પડિકમામિ’ જણાવ્યું છે પછી ‘નિંદામિ' ત્યાર બાદ ‘ગરિહામિ' અને અંતે ‘અપ્પાણે વોસિરામિ' જણાવ્યું છે. જ્યાં સુધી પ્રતિક્રમણ ન કરે અર્થાત્ ભૂતકાળમાં કરેલું ભૂંડું ન લાગે ત્યાં સુધી પ્રતિજ્ઞા ન અપાય. ભૂતકાળમાં અજ્ઞાનના કારણે પાપ કરેલું - એની ના નહિ, પરંતુ જે કર્યું તે ખોટું કર્યું એવું તો લાગે ને ? અજ્ઞાનમાં કરેલાં પાપો પણ ખટકે ત્યારે પ્રતિજ્ઞા લેવાની યોગ્યતા આવે. ભૂતકાળના પાપને માફ કરવાની વાત કરે તેવાનું અહીં કામ નથી. ભૂતકાળનાં પાપને ભૂંડા કહીને તેનાથી પાછા ફરવાની તૈયારી હોય તેને પ્રતિજ્ઞા અપાય. પાપની આલોચના કરતી વખતે પાપ માફ કરવાની ઇચ્છા હોય કે પાપની સજા માફ કરવાની ભાવના હોય અને પાપ તો પાછાં કરવાની તૈયારી હોય તો એ આલોચના આલોચના ન કહેવાય. દીક્ષા પાપ માફ કરવા માટે નથી, પાપથી છૂટવા માટે છે. વર્તમાનમાં કે ભવિષ્યમાં પાપ કરવું નથી, પણ ભૂતકાળના પાપની સજા તો ભોગવી જ લઈશ.' આટલો પરિણામ હોય તેને પ્રતિજ્ઞા લેવાનો અધિકાર છે. શાસ્ત્રમાં કહ્યું છે કે રોજ શુભ ભાવે આલોચના કરવામાં આવે તો પાપની પ્રવૃત્તિ ચાલુ હોવા છતાં પરિણામ કૂણાં પડ્યા વિના ન રહે. દીક્ષા લેતી વખતે ઓછામાં ઓછું કેટલું કરવું જોઈએ ?' એવું નથી પૂછવું. જેટલું કરવા જેવું હોય તે બધું જ કરવાની તૈયારી જોઈએ. દીક્ષા લીધા પછી જેટલાં પાપ ઉદયમાં આવે એ બધાં સમભાવે ભોગવીને પૂરાં કરવાં છે. આપણા ભગવાનને દીક્ષા લીધા પછી એક વરસ સુધી આહાર ન મળ્યો છતાં ભગવાન દીનતારહિતપણે તપોવૃદ્ધિ કરતાં વિચરતા હતા. સાધુપણામાં ગમે તેટલું કષ્ટ પડ્યા પછી પણ જો ગૃહસ્થપણાનું પાપ નેજર સામે આવે તો સાધુપણામાંથી ગૃહસ્થપણામાં જવાનું
(૯૧)
Page #48
--------------------------------------------------------------------------
________________
મન નહિ થાય. દુ:ખ ગમે તેટલું અકારું લાગવા માંડે, સુખ ગમે તેટલું સારું લાગે તોપણ પાપ જેને ખરાબ લાગતું હોય તે ગૃહસ્થપણાને સારું માની ન શકે. સાધુપણામાં આવતાંની સાથે જ ઉપસર્ગો ને પરિષહો તો આવવાના જ. એવા વખતે દુઃખ વેઠવાનો અભ્યાસ ન પાડવામાં આવે તો અવિરતિ ઉપાદેય લાગતાં વાર ન લાગે. ડોકટર પાસે ગયા પછી દુ:ખ તો પડે છતાં ‘રોગ જશે' - એનો આનંદ હોય ને ? તેમ સાધુભગવંતને પણ પરિષહ અને ઉપસર્ગ વેઠતી વખતે સંસાર જશે અને મોક્ષ મળશે - એનો આનંદ હોય.
સ૦ સાધુભગવંતો બાર મહિને અનુત્તરનાં સુખોને વટાવી જાય ને ?
સુખને વટાવે એટલે વેશ્યાને વટાવી જાય - એમ સમજવું. ત્યાં જેવી શુભ લેયા હોય તેનાથી ચઢિયાતી લેશ્યા તેમની હોય છે, તે જણાવવા માટે ‘ગુવનામનાલ્યો મવતિ' એમ કહ્યું છે. અનુત્તરમાં જે સુખ છે તે પૌગલિક નથી, માનસિક છે. ત્યાં શાસ્ત્રોના ચિંતનનું સુખ છે. ત્યાં સંગીત અદ્વિતીય છે, પણ સાંભળનાર કોઈ નથી, વિષયો સર્વોત્તમ છે, પણ ભોગવનાર કોઈ નથી. મળે છે ઘણું પણ અડતું કશું નથી. કશું જોઈતું નથી : એ જ મોટામાં મોટું સુખ છે. માટે જ કહ્યું છે કે ‘નિઃસ્પૃહત્વ મામુવમ્ |’ સાધુપણામાં જે સુખ છે તે સંસારનું કોઈ પણ પ્રકારનું સુખ જોઈતું નથી અને દુ:ખ ગમે તેવું આવે તો ય ચિંતા નથી - એનું છે.
પણ જે નિકાચિત કર્મો ન ખપ્યાં તે છેવટે સાડા બાર વરસની ઘોર સાધના કરીને ખપાવ્યાં. પાપથી ગભરાવાની જરૂર છે. પાપ કર્યા પછી આવેલા દુ:ખથી ગભરાવાની જરૂર નથી. પાપ ખરાબ લાગે તો દીક્ષા લેવાની, દુ:ખ ખરાબ લાગતું હોય ત્યાં સુધી ઉતાવળ કરવાની જરૂર નથી. મારા ગુરુમહારાજ કહેતા હતા કે – ધર્મ કરવાની ઉતાવળ ન કરો, પાપ છોડવાની ઉતાવળ કરો. પાપ ચાલુ રાખીને ધર્મ કરશો તોય પાપની સજા માફ નહિ થાય. આજે જે કાંઈ પ્રયત્ન ચાલુ છે તે પાપ ન કરવું પડે તે માટેનો પ્રયત્ન ચાલું છે કે પાપની સજા ભોગવવી ન પડે તે માટેનો ? નવકારશી શેના માટે કરો છો ? નરકમાં ન જવું પડે માટે ને ? નરકમાં જવું પડે - એવાં કામ ચાલુ રાખીને પણ નરકથી બચવું છે ને ? પાપ ચાલુ રાખીને સજા માફ કરવા ધર્મ કરવો તે પ્રતિક્રમણ વિનાનો ધર્મ છે. પ્રતિક્રમણ, નિંદા અને ગહ વગરનો ધર્મ સંસારથી તરવા કામ નહિ લાગે. જેને રાગદ્વેષ નડે તે વીતરાગ ન બની શકે તેમ જેને પાપ ગમે તે પ્રતિક્રમણ કરી ન શકે. રોજ ‘ાન વા ઢોસેળ વ તેં નિંદ્ર નં ૨ લિમિ' બોલનાર પાછા રાગદ્વેષ કરવા તૈયાર થાય ને ? રાગની નિંદા કરીએ, પણ રાગ ગમે છે ને ? આપણે બીજા ઉપર રાગ કરીએ કે ન કરીએ, પણ બીજા આપણી ઉપર રાગ કરે તો ગમે ને ? જ્યાં સુધી પાપ ગમે છે ત્યાં સુધી પ્રતિક્રમણ થવાનું જ નથી. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવું. પાપ ન કરવાનો નિર્ણય કરવો. નિંદા એટલે ‘મેં આ ઘણું ખોટું કર્યું' એવી આત્મસાક્ષીએ કરેલી કબૂલાત. અને ગહ એટલે પાપરહિત બનાવનાર આગળ પાપની કબૂલાત કરવી. પગમાં કાંટો વાગતાંની સાથે પગ ઊંચો થઈ જાય અને બીજો પગ અધ્ધર પડે તેનું નામ પ્રતિક્રમણ. 'ક્યાં હું આમ વાતો કરતાં કરતાં જોયા વિના ચાલ્યો’ એવો અફસોસ થવો તેનું નામ નિંદા. અને કોઈ જાણકાર પાસે જઈને કહેવું કે - ‘આ કાંટો વાગ્યો છે, તો જરા કાઢી આપશો ?' તેનું નામ ગણું પ્રતિક્રમણમાં અને નિંદામાં જે દુ:ખ નથી તે દુ:ખ ગહમાં હોય છે. કારણ કે ગહ કરતી વખતે સામાના હાથમાં સોય આપવી પડે અને તે ગમે તેટલું કોતરે તોપણ ભાગાભાગ ન કરાય. કાંટો કઢાવતી વખતે પીડા થાય છતાં આઘાપાછા ન થાય તો પ્રતિક્રમણ અને નિંદા સાચી કહેવાય. પેટ બગડ્યા પછી આહાર બંધ કરવો તેનું નામ પ્રતિક્રમણ, ‘ક્યાં મેં આગ્રહવશ થઈને કે લોભના કારણે ખાધું” આવો પસ્તાવો થવો તેનું નામ નિંદા અને ડોક્ટર
સ૦ કોઈ તીર્થંકરભગવંતને ઉપસર્ગો વિના ટૂંક ગાળામાં કેવળજ્ઞાન મળી ગયું ને કોઈને ઘોર ઉપસર્ગ તથા કઠોર સાધના પછી કેવળજ્ઞાન મળ્યું તેનું કારણ શું ?
બધા જ ભગવંતો કર્મોની નિર્જરા કરવા તો તત્પર જ હતા. પરંતુ જેમણે તેવા પ્રકારનાં પાપ કરેલાં હતાં અને તે નિકાચિત હોવાથી પૂર્વભવની સાધનાથી ખપ્યાં ન હતાં, તેમને છેલ્લા ભવમાં ખપાવવાનાં રહ્યાં. જેમણે તેવાં પાપકર્મ કર્યા ન હતાં અથવા જેમનાં ખપી ગયાં હતાં તેમને અલ્પ સમયમાં કેવળજ્ઞાન મળ્યું. બાકી બધા જ ભગવાનનું ચારિત્ર તો એકસરખું જ હતું. શ્રી મલ્લિનાથ ભગવાનને તો દીક્ષાના દિવસે જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. જ્યારે શ્રી મહાવીર પરમાત્માને પૂર્વભવે અગિયાર લાખ એંશી હજાર છસો પિસ્તાલીશ માસક્ષમણ કરવા છતાં
(૯૨) =
(૯૩)
Page #49
--------------------------------------------------------------------------
________________
પાસે રોગની કબૂલાત કરી દવા લેવા તૈયાર થવું તેનું નામ ગહ. પ્રતિક્રમણ અને નિંદા વગરની ગહ નકામી છે. પરંતુ પ્રતિક્રમણ અને નિંદા કરતાં આ ગર્તામાં સત્વ વધારે જોઈએ. ગુરુ પાસે પાપ કબૂલ કર્યા પછી ગુર જે ઠપકો આપે તે સાંભળવો પડે અને તેનું જે કાંઇ પ્રાયશ્ચિત્ત આપે તે પણ વહેલી તકે પૂરું કરી આપવું પડે તો જ ગહ સાચી કહેવાય. સાધુપણામાં આવ્યા પછી પોતાના પાપની નિંદાગહીં કરવાના બદલે સહવર્તીની નિંદા કે ગહ કર્યા કરે તે પ્રતિજ્ઞા પાળી ન શકે. સાધુપણામાં ગમે તેટલું દુઃખ આવે તોપણ એક વાત નક્કી છે કે ગૃહસ્થપણા જેટલું પાપ અહીં નથી જ - એ સૌથી મોટું જમાપાસું છે, તેથી દુ:ખની ફરિયાદ કરવી નથી. જેને દુ:ખ અકળાવી મૂકે તેનું સંસારની અસારતાનું ભાન ટકે નહિ. જેલમાંથી નીકળ્યા પછી ખાવાપીવાનાં ઠેકાણાં ન હોય છતાં જેલ સારી લાગે ? કે “હાશ છૂટ્યો’ એનો આનંદ હોય ? તેમ સાધુપણામાં પણ દુ:ખનો પાર ન હોવા છતાં સંસારથી છૂટ્યાનો આનંદ હોય. પરિષહ-ઉપસર્ગ વેઠવા છતાં પાપથી બચ્યાનો આનંદ હોય. પાપ ભૂંડું લાગે તો દુ:ખ રૂડું લાગે. પાપ શેમાં છે ? પાપ વિરાધનામાં નથી, ઇચ્છા મુજબ જીવવામાં છે. ઇચ્છાનું પાપ દેખાય તેને આજ્ઞાપાલનમાં દુ:ખ ન લાગે. ગુવંજ્ઞા માટે ગંગાનદીનું પાણી કઈ દિશામાં વહે છે તેની ખાતરી કરવા નદીમાં દાંડો મૂકવામાં પાપ નથી અને ઉપરથી હાથ પર કાચા પાણીનું ટીપું પડે ત્યારે હાથ હલાવવામાં પાપ છે. બધાં પાપોથી મુક્ત બનાવે અને પાપથી મુક્ત ન બનીએ ત્યાં સુધી બધા પાપના પાપત્વને દૂર કરે એવું રસાયણ આ ગુર્વાજ્ઞાનું પાલન છે. ગુરુભગવંતને પૂછીને પ્રવૃત્તિ કરે, તેમની આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરે તેને માથે કોઈ બોજો રહેતો નથી. કોઈ પૂછે કે ‘આમ કેમ કરો છો ? આ કેમ વાપરો છો ? આ કેમ વાપરતા નથી ?'... આ દરેક પ્રશ્નોના જવાબમાં 'ગુરને પૂછો.’ એમ કહી શકાય - એવું જીવન કેળવવું છે. આ તો વાચનામાં જવાનું પૂછવા આવે ને છાપું પૂછયા વગર વાંચે : ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા - એવી દશા ન જોઈએ. આવા વખતે ‘પૂછીએ તોય બોલે, ન પૂછીએ તોય બોલે !' એવો વિકલ્પ કરવાના બદલે આપણા મનની ખામીઓને ઓળખી લઈને જે કહે તે તહત્તિ કરવા તૈયાર થઈ જવું.
હવે મહાવ્રતોરૂપ ચારિત્રધર્મને ત્રીજા અર્થાધિકારથી જણાવે છે. કોઈને પણ દુ:ખ આપવું નહિ, બીજાની પાસે કોઈને દુ:ખ અપાવવું નહિ અને કોઈને દુ:ખ
જે આપતા હોય કે અપાવતા હોય તેને સારા માનવા નહિ : આ મહાવ્રતોનું સામાન્યસ્વરૂપ છે. સાધુધર્મની આરાધના માટે કેવી અનુકૂળતા જોઈએ તે જાણવા માટે આ માર્ગ સમજવાની જરૂર છે. આપણે પાંચ મહાવ્રત પાળી ન શકીએ તોપણ જેઓ મહાવ્રત પાળી રહ્યા છે તેમને આપણે સહાયક બનીએ તો ચોક્કસ આ ભવમાં જ, નહિ તો ભવાંતરમાં પણ ચારિત્રમોહનીયના ક્ષયોપશમને પામી શકીએ - એ આશયથી આ વિચારણા આપણે શરૂ કરી છે. સાધુભગવંતો તમારી ઇચ્છા મુજબ ન વર્તે અને ભગવાનની આજ્ઞા મુજબ વર્તે એમાં તમે રાજી ખરા ? આજે શ્રાવકવર્ગ મોટા ભાગે સમજવા માટે નથી આવતો, સમજાવવા માટે આવે છે તેથી તેઓ પોતાનું ચૂકી જાય છે. સાધુભગવંતો ભગવાનની આજ્ઞામાં હશે તો પોતે પણ માર્ગે રહેશે અને તમને પણ માર્ગે જ ચલાવશે. આપણે જોઈ ગયા કે સાધુ જીવનિકાયનો દંડસમારંભ કરે નહિ. જીવ, અજીવ વગેરે દુનિયાના કોઈ પણ પદાર્થમાં સામાન્યધર્મ અને વિશેષ ધર્મ હોય જ છે. સામાન્યવિશેષઉભયાત્મક વસ્તુ હોય છે. જીવત્વસ્વરૂપ સામાન્યધર્મ બતાવ્યા પછી તેમાં સ્ત્રીત્વ કે પુરષ વગેરે વિશેષ ધર્મો પણ જોવા મળે છે. તે જ રીતે અહીં સિં છ0 દં... થી સામાન્યથી દંડ-સમારંભનો પરિહાર જણાવ્યો, હવે વિશેષથી જણાવવા માટે અહીં પાંચ મહાવ્રતોનું સ્વરૂપ જણાવે છે. એક વાર આચાર્યભગવંતે બધા સાધુઓને પાંચ મહાવ્રતો કયાં છે - એમ પૂછ્યું. ત્યારે સાધુઓ કહેવા લાગ્યા કે પહેલું પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ.. ત્યારે સાહેબે કહ્યું કે પહેલું પ્રાણાતિપાત નહિ. પહેલું પ્રાણાતિપાતવિરમણ, બીજું મૃષાવાદવિરમણ... એ રીતે નામ દેવાય. પ્રાણાતિપાત તો પાપ છે, પ્રાણાતિપાતવિરમણ એ વ્રત છે. પાપ અને પાપની વિરતિ : એ બંન્ને જુદાં છે. પહેલા મહાવ્રતનું સ્વરૂપ જણાવતાં ફરમાવે છે કે :
पढमे भंते ! महव्वए पाणाइवायाओ बेरमणं, सव्वं भंते ! पाणाइवार्य पच्चक्खामि, से सुहमं वा बायरं वा तसं वा थावरं वा, नेव सयं पाणे अइवाइजा नेवऽन्नेहिं पाणे अइवायाविजा पाणे अइवायंतेऽवि अन्ने न समाजाणामि, जावजीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समाजाणामि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । पढमे भंते ! महब्बए उवट्टिओमि सव्वाओ पाणाइवायाओ वेरमणं ॥१।। (सूत्र-३)
(૯૫)
Page #50
--------------------------------------------------------------------------
________________
હે ભગવન્ ! (ગુરુ ભગવંત) પાંચ મહાવ્રતમાં સૌથી પહેલું પ્રાણાતિપાતવિરમણ મહાવ્રત ભગવાને જણાવેલું છે, તેથી હે ભગવન્ ! હું સર્વ પ્રકારના પ્રાણાતિપાતનું પચ્ચક્ખાણ કરું છું. પછી તે સૂક્ષ્મ હોય કે બાદર હોય, ત્રસ હોય કે સ્થાવર હોય એવા કોઈ પણ જીવના પ્રાણોને હું જાતે હણીશ નહિ, બીજા પાસે હણાવીશ નહિ, જેઓ પ્રાણને હણે છે તેમની અનુમોદના કરીશ નહિ, તેમને અનુજ્ઞા આપીશ નહિ. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ત્રિવિધે ત્રિવિધે મનથી વચનથી કાયાથી તે પ્રાણાતિપાતને હું કરીશ નહિ, કરાવીશ નહિ, કરતા એવા અન્યને અનુમોદીશ નહિ. ભૂતકાળમાં જે કાંઈ પ્રાણાતિપાત મેં કર્યો છે તેનાથી હે ભગવન્ ! હું પાછો ફરું છું, મારા તે પ્રાણાતિપાતની આત્મસાક્ષીએ નિંદા કરું છું, આપની સમક્ષ ગીં કરું છું અને તે પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવું છું. આ રીતે હે ભગવન્ ! સર્વથા પ્રાણાતિપાતવિરમણ સ્વરૂપ પહેલા મહાવ્રત માટે હું આપની પાસે ઉપસ્થિત થયો છું. આ પ્રમાણે પહેલાં મહાવ્રતના આલાવાનો સામાન્યથી અક્ષરાર્થ છે. શ્રાવકનાં અણુવ્રતોની અપેક્ષાએ આ વ્રત મહાન હોવાથી તેને મહાવ્રત કહેવાય છે. સૂત્રમાં જે ક્રમ બતાવ્યો છે તેમાં આ સૌથી પહેલું હોવાથી તેને પહેલું મહાવ્રત કહ્યું છે. આ પહેલા મહાવ્રતમાં પ્રાણાતિપાતથી વિરામ પામવાનું ભગવાને જણાવ્યું છે. ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, આયુષ્ય તથા મનવચનકાયાના બળને પ્રાણ કહેવાય. આ દસમાંથી કોઈ પણ પ્રાણને દુ:ખ પહોંચાડવું તેને પ્રાણાતિપાત કહેવાય છે, માત્ર જીવને મારી નાંખવો એ પ્રાણાતિપાત નથી. આવા પ્રાણાતિપાતથી સભ્યજ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક સર્વથા પાછા ફરવું તેનું નામ પ્રાણાતિપાતવિરમણ. આ પ્રાણાતિપાતવિરમણવ્રત સૌથી પહેલું બતાવ્યું છે. કારણ કે એ મુખ્ય છે, બાકીનાં વ્રતો પહેલા મહાવ્રતની રક્ષા માટે વાડતુલ્ય છે. અહિંસાવ્રતનો પરિણામ સાચવવા માટે જૂઠું નહિ બોલવાનું, ચોરી નહિ કરવાની, મૈથુન નહિ સેવવાનું, પરિગ્રહ નહિ રાખવાનો. આત્માના ગુણોને છોડીને પર પદાર્થની અપેક્ષા જાગે ત્યારે હિંસા, જૂઠ, ચોરી વગેરે પાપો સેવવાનું બને છે. સાધુભગવંતો સ્વભાવમાં રમતા હોવાથી તેમને પરભાવની જરૂર જ પડતી નથી. માટે તેઓ હિંસાદિ પાપોથી વિરામ પામનારા હોય છે.
સ૦ પરની અહિંસાનો પરિણામ એ પણ પરભાવ નહિ !!
એ પણ પરભાવ તો છે જ. પરંતુ આ તો લોઢાથી જેમ લોઢું કપાય તેમ પરિણામથી પરિણામને કાપવાની વાત કરી છે. અત્યાર સુધી પરની પરિણતિ (૬)
એટલી વિકસાવી મૂકી છે કે તેને તોડવા માટે તેની પ્રતિપક્ષી એવી પરપરિણતિ ઊભી કર્યા વિના ચાલે એવું નથી. પરની હિંસાની પરિણતિ કાઢવા માટે પરની અહિંસાની પરિણતિ તો કેળવવી જ પડે ને ? પુદ્ગલની પરિણતિ પરપરિણતિ હોવા છતાં ગમે અને જીવની અહિંસાની પરિણતિ પરભાવ લાગે આ ય ગજબ છે ને ? ધર્મધ્યાન ને શુક્લધ્યાનમાં પણ શબ્દથી અર્થમાં ને અર્થથી શબ્દમાં વિચારણા કરે છે તેને પરપરિણતિ કહેવી કે નહિ ? જ્યાં સુધી પરપરિણતિ પડી છે ત્યાં સુધી પર-સંબંધીનાં મહાવ્રતોની જરૂર પડવાની જ. જ્યાં સુધી ધન ગમે છે ત્યાં સુધી દાનનો ઉપદેશ આપવો જ પડે. ખરાબ વિચારને દૂર કરવા માટે પણ સારા વિચાર કરવા જ પડે. તીર્થંકરભગવંતોને પણ દેશના આપતી વખતે ભાષાવર્ગણાનાં પુદ્દગલોની સહાય લેવી પડે છે, એટલી પરપરિણતિ તો એમની પાસે પણ છે. અઘાતીકર્મને ટાળવા પણ પરપરિણતિની જરૂર પડતી હોય તો ઘાતીકર્મને કાઢવા માટે કેવી પરપરિણતિ જોઇએ - એ વિચારી લો. કાગળ કાપવા માટે બ્લેડ જોઈએ તો લોઢું કાપવા શું જોઈએ ? જે સ્વપરિણતિમાં સ્થિર કરાવે તે પરપરિણતિ સારી. દવા પરપરિણતિ છે છતાં આરોગ્યનું કારણ બનતી હોવાથી સારી મનાય ને ? તેમ અહીં પણ ભવરૂપી ભાવરોગને કાઢવા માટે મહાવ્રતો ભાવઔષધતુલ્ય છે. છતાં હજુ તે લેવાનું મન થતું નથી ને ? આપણને ભવરોગ કાઢવાનું મન થયું છે ?
સ૦ જો મન ન હોય તો દીક્ષા શા માટે લે ? ધર્મ શા માટે કરીએ ?
ધર્મ તો આપણે પાપની સજા માફ કરવા માટે કરીએ છીએ. આપણો ધર્મ દુઃખ ટાળવા માટે છે, દુઃખ ભોગવીને પાપ ટાળવા માટે નથી. સંસાર ક્યારે છૂટે ? પાપ જાય તો ? કે દુઃખ જાય તો ? આપણને સંસારસ્વરૂપ રોગ વળગ્યો છે એવું માનીએ છીએ ? આ ભવરોગ ખરાબ લાગે છે ? ખરાબ લાગતો હોય તો તે રોગ કાઢવો છે ! કાઢવો હોય તો ક્યારે કાઢવો છે ?... આ ચાર પ્રશ્નોના જવાબ પ્રામાણિકપણે આપવાની જરૂર છે. સંસાર રોગ લાગતો નથી, ઉપરથી સંસારના સુખમાં મજા આવે છે. પેલા ખંજવાળનો રોગ થયેલા માણસનું દૃષ્ટાંત સાંભળ્યું છે ને ? ખણીખણીને નખ ઘસાઈ ગયા હતા. એક વૈદ્ય ઘાસનો પૂળો લઈને ત્યાંથી પસાર થતો હતો. તેની પાસે આણે ખણવા માટે ઘાસની સળી માંગી. પેલો વૈદ્ય
(૯૭)
Page #51
--------------------------------------------------------------------------
________________
કહે કે ‘તને ત્રિફળા આ સાત દિવસ લે તો પેટ સાફ આવશે અને ખંજવાળનો રોગ મટી જશે.’ ત્યારે આ રોગી કહે છે કે ‘મારે તારી દવા નથી જોઈતી. જો ખંજવાળનો રોગ જ જતો રહે તો ખણવાની મજા ક્યાંથી મળે ? ખંજવાળ આવતી હોય અને ખણવાનું સાધન મળે તો મજા આવે ને ?' તેના જેવી જ દશા આપણી છે ને ? ધર્મ કરવાથી સુખ છૂટી જતું હોય તો સંસારમાં મજા શું આવે ? સુખનો રાગ છે તો સુખ ભોગવવામાં મજા આવે, રાગ જ ન હોય તો સુખમાં શું મજા આવે ? જો સંસાર રોગ લાગતો હોય તો એક દવા પૂરી થઈ જાય તો બીજી દવા લેવા આવે - આ તો એક તપ પૂરો થયા પછી કૃતકૃત્ય થઈ જાય કે ‘હવે આ વખતે બીજું કશું કરવું નથી, આવતા વરસે કરીશું !” આપણે પૂછવું પડે કે કેમ ભાઈ ! તપનું ફળ મળી ગયું ?' તપનું ફળ ન મળ્યું હોય તો તપમાં ફેરફાર તો કરવો પડે ને ? તપ કયા આશયથી કરવાનો છે ?
સહ આશય તો મોક્ષનો જ હોય...
પણ મોટું સંસાર તરફ હોય ! પેલા ઊંટની જેમ. ઊંટ જ્યાં પણ જાય ત્યાં, તેનું મોટું તો રાજસ્થાન ભણી જ હોય. મારા ગુરુમહારાજ પણ પૂછતા કે ‘ઊંધી દિશામાં સોની સ્પીડ ગાડી દોડાવે તો કેટલા સમયમાં ઇષ્ટ સ્થાને પહોંચે ?' સંસારના આશયથી તપ કરે તો મોક્ષ ક્યારે મળે ?
સઆપ આવું કહેશો તો અમે તપ છોડીને ખાવા બેસી જઈશું !
આ ગાડી બંધ કરવાની વાત નથી ચાલતી, દિશા ફેરવવાની વાત ચાલે છે. દિશા ફેરવવા માટે પણ ગાડીને ઊભી તો રાખવી પડે ને ? તપ કર્યા પછી જો મુક્તિ ન મળતી હોય તો તપમાં માલ નથી કે આપણામાં માલ નથી ? જે તપ મોક્ષે પહોંચાડે એવો હતો તે તપ સંસારમાં રખડાવનારો બનતો હોય તો તે તપમાં ફેરફાર કર્યા વિના ચાલે એવું નથી - એમ લાગે ને ? તપમાં જે ખામી છે તેને દૂર કરવાની છે, તપને દૂર નથી કરવાનો. ચામાં સાકર ન હોય તો ચા ફેંકી દેવાની કે સાકર નાંખવાની ? બાહ્ય તપમાં અત્યંતર તપની ખામી હોય તો તે તેમાં ભેળવવા મહેનત કરવાની. સાધુ ભગવંતનાં મહાવ્રતોની વાત તમારી આગળ એટલા માટે કરવામાં આવે છે કે જેથી તમને પાંચ મહાવ્રતનું
(૯૮) =
સ્વરૂપ સમજાય, તેના કારણે માર્ગસ્થ સાધુને તમે ઓળખી શકો અને તમને પણ એ વ્રતો લેવાની ભાવના જાગે. કોઈ પણ જીવને પીડા આપ્યા વગર જીવી શકાય એવું આ ભગવાનનું સાધુપણું છે. આ મહાવ્રતોને સમજી જે સાધુ ભગવંત તેનું પાલન કરતા હોય તેમને મહાવ્રતના પાલનમાં સહાય કરવી એ શ્રાવકનું કર્તવ્ય છે. શ્રાવક પોતે જ સાધુ થવા માટે તલસતો હોય તો સાધુપણામાં બાધા પહોંચે એ રીતે સાધુ સાથે ન વત્તી શકે ને ? તમે સાધુને માર્ગસ્થ રહેવા દો તો તમે પણ માર્ગસ્થ બની શકો. સંસારના સુખમાં રસ હોય ત્યાં સુધી વાંધો નહિ. પણ એમાં આગ્રહ ન હોવો જોઈએ - તો માર્ગસ્થ બનવાનું સહેલું છે. રસ સૂકવતાં વાર ન લાગે, કદાગ્રહ ટાળવાનું કામ કપરું છે. એક વાર કદાગ્રહ નીકળી જાય તો જ્ઞાનીના વચનમાં તાકાત છે કે આપણા સંસારના રસને સૂકવી દે. મેઘકુમાર શરીરના રાગે ઘરે જવા નીકળેલા છતાં આંખને છોડીને શરીરના કોઈ પણ અવયવની સારસંભાળ ન લેવી : આવો અભિગ્રહ લઈ સાધુપણું પાળવા તૈયાર થયા - આ પ્રભાવ ભગવાનના તારક વચનનો હતો.
અહીં પહેલા મહાવ્રતની પ્રતિજ્ઞામાં જે પ્રહૂમ પદ આવે છે - એનો અર્થ કરતાં ટીકામાં જણાવ્યું છે કે વર્તમાનમાં પાપનો ત્યાગ કરવા દ્વારા ભવિષ્યસંબંધી પાપના પણ ત્યાગનું આદરપૂર્વક કથન કરવું તેનું નામ પ્રત્યાખ્યાન. આ પ્રમાણે અર્થ કરવા દ્વારા એ સૂચવવું છે કે જે વ્રતના અર્થના પરિજ્ઞાન વગેરે ગુણોથી યુક્ત હોય તે જ ઉપસ્થાપના માટે અર્થાત્ મહાવ્રતો ઉચ્ચરાવવા સ્વરૂપ જે વડીદીક્ષા છે તેના માટે યોગ્ય છે. બે પ્રકારની પરિજ્ઞા છે. જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા. તેમાં જ્ઞપરિજ્ઞા વડે જાણવાનું છે અને પછી પ્રત્યાખ્યાનપરિજ્ઞા વડે તેનો ત્યાગ કરવાનો છે. આ બે પરિજ્ઞાપૂર્વક લેવાયેલી પ્રતિજ્ઞા શુદ્ધ ગણાય છે. પહેલાં જાણકારી મેળવવાની પછી ત્યાગ કરવાનો. જાણકારી મેળવ્યા વિના પચ્ચખાણ લે તેને પ્રતિજ્ઞાભંગ વગેરે દોષો લાગ્યા વિના ન રહે. એક વાર એક મહાત્મા પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા દરેક સ્થાને કરાવતા હતા. આચાર્યભગવંતને આ વાતની ખબર પડી તો તરત તેઓશ્રીએ કહ્યું કે - આ શું માંડ્યું છે ? આ ક્રિયા કરનારની જવાબદારી કેટલી વધે છે - એની ખબર પડે છે ? આ ક્રિયા કરનારથી એક પણ વસ્તુ અણહકની લેવાય નહિ, પોતાના ઘરમાં નીકળેલું નિધાન પણ નહિ લેવાય, રસ્તે પડેલી માટી પણ ન લેવાય... આ બધી સમજણ આપીને
(૯૯)
Page #52
--------------------------------------------------------------------------
________________
પછી જ ક્રિયા કરાવાય. ભયસ્થાન બતાવ્યા વિના પ્રતિજ્ઞા આપે તો તેમાં પ્રતિજ્ઞા આપનારને દોષ લાગે. જેને વર્તમાનનાં પુદગલો ગમે છે, એ પણ છોડવાની તૈયારી નથી તેવા પાસે ભૂતકાળના ભવોભવનાં પુદ્ગલો વોસિરાવવાની ક્રિયા કરાવવાનો શો અર્થ ? સમજણ ન હોય અને ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાને વહન કરવા બેસે તો પરિણામ માઠું આવ્યા વિના ન રહે. પ્રતિજ્ઞા લઈને પાળતી વખતે શું શું તકલીફ પડશે તે પહેલેથી જણાવીને તે દુ:ખો ભોગવવાની તૈયારી કરાવીને પછી પ્રતિજ્ઞા આપવાની. અહીં આ વિષયમાં વસ્ત્રનું, પ્રાસાદનું અને રોગીનું દષ્ટાંત આપ્યું છે. જેમ વત્રને રંગવું હોય તો સૌથી પહેલાં તેને ધોવું પડે, તેની મલશુદ્ધિ કરવી પડે પછી જ તેના ઉપર રંગ ચઢે. તેમ અજ્ઞાનરૂપ મળ દૂર કર્યા વિના અને જ્ઞાનરૂપ જળથી શુદ્ધિ કર્યા વિના આત્મા ઉપર સંયમનો રંગ ચઢે નહિ. એ જ રીતે પાયામાંથી અશુચિ વગેરે દૂર કર્યા વિના અર્વાદ પાયાની શુદ્ધિ કર્યા વિના પ્રાસાદનું મંડાણ કરવામાં આવતું નથી, પાયો બરાબર ખોદીને શુદ્ધ કરીને પછી જ મહેલ બનાવવામાં આવે છે તેમ સમ્યજ્ઞાનરૂપી પાયાને મજબૂત બનાવ્યા વિના ચારિત્રનો પ્રાસાદ કરાય નહિ. એ જ રીતે રોગીને પંચકર્મ વગેરે દ્વારા મલશુદ્ધિ કરાવીને પછી ઔષધ આપવામાં આવે તો જ તે આરોગ્યનું કારણ બને છે, તેમ આ ભવરોગીને મિથ્યાત્વ-અજ્ઞાન વગેરેનું વમન સમ્યજ્ઞાન દ્વારા કરાવ્યા બાદ ચારિત્રરૂપ ઔષધ આપવામાં આવે તો જ તે મોક્ષરૂપ ભાવારોગ્યનું કારણ બને છે.
પહેલા મહાવ્રતની પ્રતિજ્ઞામાં જણાવ્યું છે કે ‘સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર એવા કોઈ પણ જીવને હું પીડા નહિ કરું.” અહીં એટલું યાદ રાખવું કે - સૂકમનામકર્મના ઉદયના કારણે જે જીવો સૂક્ષ્મ કહેવાય છે તેઓ તો છેદનભેદનાદિ હિંસાનો વિષય બનતા જ નથી. તેથી ‘સૂક્ષ્મ’ પદથી તેમનું ગ્રહણ ન કરતાં જે અત્યંત અલ્પ-નાના બાદર જીવો હોય તેમનું ગ્રહણ કરવું. તેમાં સૂક્ષ્મત્રસ તરીકે કંથવા વગેરે ત્રસજીવોનું ગ્રહણ કરવું અને બાદરગ્રસ તરીકે ગાય વગેરે જીવોનું ગ્રહણ કરવું તેમ જ સૂમસ્થાવર તરીકે નિગોદ વગેરે વનસ્પતિકાયનું ગ્રહણ કરવું અને બાદરસ્થાવર તરીકે પૃથ્વીકાયની શિલા વગેરેનું ગ્રહણ કરવું. આ ચારે પ્રકારના જીવમાંથી કોઈ પણ જીવના પ્રાણને જાતે પીડા પહોંચાડીશ નહિ, બીજા પાસે પીડા પહોંચાડાવીશ નહિ અને જે પીડા પહોંચાડતા હોય તેમને સારા માનીશ
(100) =
નહિ : આવી પ્રતિજ્ઞા સાધુની હોય. આથી જ સાધુ શ્રાવકને સારા ન માને, કારણ કે શ્રાવકો આ આરંભ સમારંભમાં જ પડેલા હોય છે. સાધુથી શ્રાવકની અનુમોદના ન કરાય ને ?
સ0 ભરફેસરમાં તો નામ લીધાં છે ને ?
ભરફેસરમાં જે નામ લીધાં છે તે તેઓ અવિરતિમાં હતા માટે નથી લીધા, ‘મહાસત્તા' મહાસત્ત્વશાળી હતા માટે નામ લીધાં છે. સન્ત શેમાં જોઈએ ? પાપ કરવા માટે કે પાપ છોડવા માટે ? એ મહાપુરુષો પોતાની અપૂર્વ શ્રદ્ધાના બળે અવિરતિની હાજરીમાં પણ અવિરતિને કાપવાનું કામ કરતા હતા માટે તેમનાં નામ લીધાં છે. તેમના નામગ્રહણમાત્રથી પાપના પ્રબંધો વિલય પામે છે તેનું કારણ એ છે કે પાપ ન કરવાનું સત્વ તેમની પાસે હતું અને માત્ર કર્મયોગે જ તેઓ સંસારમાં રહ્યા હતા. જે સત્ત્વશાળી હોય તેમનાં નામ લેવામાં વાંધો નહિ. પણ જેને ધર્મ સાથે સંબંધ નથી અને પાપનો જ રસ છે તેવાની વાત ન કરવી. તેવાઓનો પણ તિરસ્કાર કે આશાતના નથી કરવી, પણ સાથે આદર પણ ન આપવો. જેની પાસે પ્રતિજ્ઞા ન હોય તેવાના સહવાસમાં રહીએ તો આપણી પ્રતિજ્ઞા પણ ભંગાયા વિના ન રહે. ગૃહસ્થને તો કોઈ વાંધો નહિ, અમારે તો ઘણી તકલીફ - આવું બોલે તેનું પહેલું મહાવ્રત જાય. ‘તમારે તો તૈયાર માલ, ગરમાગરમ માલ મળે; અમે તો ચાર ઘર ફરીએ ત્યારે માંડ માંડ મળે અને એ પણ ઠંડુંઠીબ મળે...’ આવું આવું બોલે તેમાં શું પ્રતીત થાય ? ઊંડે ઊંડે સાધુપણું સારું લાગે છે કે ગૃહસ્થપણું ?
- આ પ્રતિજ્ઞા યાવજજીવની છે એનો અર્થ એ નથી કે ભવાંતરમાં અવિરતિ ભોગવવાનું મન છે. અહીંથી મરીને ક્યાં જવાનું છે એ ખબર નથી, છતાં એક વાત નક્કી છે કે અહીંથી જ્યાં પણ જઈશું ત્યાં મહાવ્રતની પ્રતિજ્ઞાના પાલનના સંયોગો મળવાના જ નથી. ભવાંતરમાં પાપ કરવાનું મન ન હોવા છતાં તેવી પ્રતિજ્ઞા લઈએ તો તે ચોક્કસ ખંડિત થવાની. એવી ખંડિત થનારી પ્રતિજ્ઞા સર્વજ્ઞ ભગવંતો ન આપે માટે ‘જીવું ત્યાં સુધી’ એમ જણાવ્યું. અશક્ય વસ્તુનો ઉપદેશ સર્વજ્ઞ ભગવંતો ન આપે, અશક્ય વસ્તુનો ઉપદેશ આપનારની અસર્વજ્ઞતા સૂચિત થાય છે. આ પ્રતિજ્ઞામાં વારંવાર મંતે શબ્દ વાપર્યો છે તે એ જણાવવા માટે
(૧૦૧)
Page #53
--------------------------------------------------------------------------
________________
છે કે જે કોઈ પણ કાર્ય કરવું હોય તે ગુરુનિશ્રાએ જ કરવું. ખરાબથી નિવૃત્ત થવું હોય કે સારામાં પ્રવૃત્ત થવું હોય પણ તે કામ ગુરુની નિશ્રાએ કરેલું હોય તો તે ચોક્કસ ફળદાયી બને છે. કોઈ પણ કાર્ય કરવું હોય તો શરૂઆતમાં, વચ્ચે અને અંતે ગુરુને પૂછ્યા વિના ન કરવું અને જે કાંઈ કર્યું હોય તે કર્યા પછી પણ ગુરુને જણાવવું... આ રીતે જ ગુરુની આજ્ઞા આરાધાય છે – એ જણાવવા માટે વારંવાર ‘મંતે’ શબ્દ વાપર્યો છે. પ્રતિજ્ઞાના અંતે જણાવ્યું છે કે - ટ્ટિોમિ - કોઈ પણ કાર્ય કરતી વખતે તત્પરતા બતાવવા માટે 'ઉપસ્થિત થયો છું' આવો પ્રયોગ કરાય છે. કોઈના દબાણથી આ કાર્ય નથી કર્યું, આપણા ઉલ્લાસથી આ કાર્ય કર્યું છે... તે જણાવનારાં આ વચનો છે. જ્યાં સુધી આ છજીવનિકાયનું અધ્યયન રચાયું ન હતું ત્યાં સુધી શ્રી આચારાંગસૂત્રનું શસ્ત્રપરિજ્ઞા અધ્યયન ભણાવ્યા પછી વડીદીક્ષા અપાતી હતી. હવે આ અઘ્યયન ભણાવીને પછી પરીક્ષા કરીને વડીદીક્ષા અપાય છે. આ રીતે જીવ-અજીવનું જ્ઞાન કરાવ્યા બાદ તે નૂતન દીક્ષિત કેવી રીતે વર્તે છે તેનું ધ્યાન રાખવાનું કામ ગુપ્તપણે કરવાનું બે સાધુઓને જણાવે. જો યોગ્યતા ન જણાય તો વડીદીક્ષા રોકી રાખે... એમ કરતાં કરતાં બાર વરસ સુધી પણ જરૂર પડયે કાચી દીક્ષામાં રાખે, આમ છતાં જો યોગ્યતા પ્રગટી નથી એવું લાગે તો તેને ઘરભેગો કરે, પણ મહાવ્રતોની પ્રતિજ્ઞા ન ઉચ્ચરાવે. જેઓ જાણી-જોઈને યોગ્યતાની ઉપેક્ષા કરીને આ રીતે મહાવ્રતો ઉચ્ચરાવવાનું કામ કરે છે તેઓ પોતે પાપના ભાગીદાર બને છે – એમ શાસ્ત્રમાં જણાવ્યું છે. પ્રતિજ્ઞા લેનાર કરતાં પણ પ્રતિજ્ઞા આપનારની જવાબદારી વધારે છે. પાંચ મહાવ્રતો સુંદર કોટિનાં છે, ભવનિસ્તારક છે તે જો યોગ્યતા જોઇને આપવામાં ન આવે તો પરિણામ સારું ન આવે. એ આપણે જોઇ જ રહ્યા છીએ. મુમુક્ષુને મોક્ષમાં જવાની ઉતાવળ ન હોય તો ગુરુએ મોક્ષમાં મોકલવાની ઉતાવળ શા માટે કરવી ? ભગવાને જે વિકાસક્રમ બતાવ્યો છે, તે વિકાસક્રમે આગળ વધ્યા હોય તેને પાછા પડવાનો વખત ન આવે. માટે ખોટી ઉતાવળ કરવાના બદલે ભગવાને બતાવેલા માર્ગની યોગ્યતા કેળવી-કેળવીને આગળ વધવાનો પ્રયત્ન કરવો છે -
પહેલા પ્રાણાતિપાતવિરમણ વ્રત બાદ બીજું મૃષાવાદવિરમણ વ્રત જણાવે છે. अहावरे दुच्चे भंते ! महव्वए मुसावायाओ वेरमणं, सव्वं भंते ! मुसावायं पच्चक्खामि, से कोहा वा लोहा वा भया वा हासा वा, नेव सयं मुसं वइज्जा
-
(૧૦૨)
नेवऽन्नेहिं मुसं वायाविज्जा मुसं वयंतेऽवि अन्ने न समणुजाणामि जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करंतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । दुच्चे भंते ! महव्व उवट्टिओमि सव्वाओ मुसावायाओ वेरमणं २ ।। (सूत्र - ४)
હવે પહેલાથી અન્ય બીજા મહાવ્રતમાં હે ભગવન્ ! મૃષાવાદથી વિરામ પામવાનું ભગવાને જણાવ્યું છે. તેથી હે ભગવન્ ! હું સર્વ પ્રકારના મૃષાવાદનું પચ્ચખ્ખાણ કરું છું; પછી તે ક્રોધના કારણે બોલાતું હોય કે લોભના કારણે બોલાતું હોય; ભયના કારણે બોલાતું હોય કે હાસ્યના કારણે બોલાતું હોય. હું જાતે ખોટું બોલીશ નહિ, બીજા પાસે ખોટું બોલાવીશ નહિ, જેઓ ખોટું બોલતા હશે તેમને સારા માનીશ પણ નહિ. જ્યાં સુધી જીવું ત્યાં સુધી ત્રિવિધે ત્રિવિધે મનથી, વચનથી કે કાયાથી મૃષાવાદ કરીશ નહિ, કરાવીશ નહિ અને કરતાને સારા માનીશ પણ નહિ. ભૂતકાળમાં જે કાંઇ આ મૃષાવાદનું પાપ મેં કર્યું છે તેનાથી હે ભગવન્ ! હું પાછો ફરું છું, તે પાપની આત્મસાક્ષીએ નિંદા કરું છું, આપની સમક્ષ ગર્ભા કરું છું અને પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવું છું. આ રીતે હે ભગવન્ ! બીજા મહાવ્રતને વિષે સર્વ પ્રકારના મૃષાવાદથી વિરામ પામવા માટે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું.
-
પાંચ મહાવ્રતમાં પહેલું મહાવ્રત મુખ્ય છે. પરંતુ અપેક્ષાએ બીજું મહાવ્રત પાળવું કપરું છે. આથી જ શાસ્ત્રમાં મળ્યું પામે મિલ્લૂ - સત્યવ્રત માટે ભિક્ષુ પરાક્રમ કરે – એમ જણાવ્યું છે. બીજાં મહાવ્રતો ન પાળીએ તો ભૂંડા દેખાઇએ. હિંસા કરનાર સાધુને લોકો ખરાબ ગણે. ચોરી કરનાર પર કોઈ વિશ્વાસ ન મૂકે, મૈથુન કે અનાચાર સેવનારને તો ઘરભેગા કરવા તૈયાર થઈ જાય, પૈસા રાખનારને પણ લોકો ભૂંડા ગણે. જ્યારે જૂઠું બોલનાર તો એવી સિફ્તથી બોલે કે તે મુત્સદીમાં ખપે. જૂઠું પકડાય નહિ ત્યાં સુધી ચિંતા નહિ અને પકડાયા પછી પણ મેં તો અમસ્તું મશ્કરીમાં કહ્યું હતું, આશય ન હતો... વગેરે બચાવ કરીને બીજું જૂઠું બોલવાની પણ તૈયારી હોય તો આ મહાવ્રતનું પાલન કઈ રીતે કરી શકાય ? અહીં જૂઠ્ઠું બોલવાનાં ચાર કારણ બતાવ્યાં છે. પરંતુ ક્રોધ અને લોભના ગ્રહણથી, વચ્ચે રહેલા માન અને માયાનું પણ ગ્રહણ થઈ જાય છે. એ જ રીતે ભય અને હાસ્યથી
(૧૦૩)
Page #54
--------------------------------------------------------------------------
________________
નવે નોકષાયનું ગ્રહણ થાય છે : એટલું યાદ રાખવું. આ તેરના કારણે, આગળ વધીને અજ્ઞાનના કારણે જૂઠું બોલવાનું બને છે. સાચું ન બોલાય તો વાંધો નહિ, પણ જૂઠું તો બોલવું જ નથી. ન બોલે તે ચાલે, પણ જૂઠું બોલે તે ન ચાલે. નિર્દોષ ભિક્ષા વાપરવી, બાવીસ પરિષહ વેઠવા, મરણાંત ઉપસર્ગો વેઠવા સહેલા, પણ જૂઠું ન બોલવાનું કામ કરવું છે. આ તો આલોચના લેતી વખતે પણ જૂઠું બોલવાની તૈયારી છે. પોતે જાતે કર્યું હોય છતાં કહે કે “થઈ ગયું' - આ જૂઠું જ છે ને ? પાંચમ કે આઠમના દિવસે લીલોતરી ખવાઈ ગઈ’ એવી આલોચના લેવા આવે. આપણે પૂછવું પડે કે - “ખવાઈ ગઈ એટલે શું તારા મોઢામાં આવીને પડી ? જો પાંચમ છે - એની ખબર હતી તો જ્યાં લીલોતરી રંધાય ત્યાં ગયા જ કેમ ?' આજની આલોચનાપદ્ધતિમાં આ એક જ સ્થાયીભાવે છે કે - પાપ કરવું ન હતું. પણ થઈ ગયું. ડોક્ટર પાસે રોગની આલોચના જેવી કરો છો એવી આલોચના ગુરુ પાસે પાપની કરો ખરા ? ત્યાં તો જે ન થતું હોય તે પણ ‘થશે’ એવી સંભાવનાથી કહે. અને અહીં તો કર્યું હોવા છતાં ય કબૂલ કરવાની તૈયારી નથી. સાચું બોલીશું તો ભૂંડા દેખાઈશું - એનો ભય સતાવે છે ને ? સાચું બોલવાથી ભૂંડા દેખાઈએ તોપણ તેમાં પાપ નથી, જ્યારે જૂઠું બોલવામાં પાપ છે અને પાપના કારણે આપણે ભૂંડા થઈએ છીએ. ‘ભૂંડા ન દેખાઈએ' તેના કરતાં ‘ભૂંડા ન થઈએ’ એ મહત્ત્વનું છે. મૃષાવાદના પાપને ટાળવાનું સહેલું નથી. પ્રતિક્રમણનાં સૂત્રો અશુદ્ધ બોલવામાં પણ આ બીજા મહાવ્રતનો ભંગ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ઉત્સુત્રભાષણજેવું કોઈ પાપ નથી. ઉત્સુત્ર એટલે સૂત્ર કૂડું કહેવું, અર્થ કૂડો કહેવો, તદુભય કૂડા કહેવા. આચાર્યભગવંતે એક વાર કહ્યું હતું કે જે ભાષાનું વ્યાકરણ ન આવડતું હોય તે ભાષામાં વ્યાખ્યાન ન આપવું, જો આપે તો તેને સાવદ્ય ભાષા બોલવાનું પાપ લાગે. જેમ અર્થનો ભેદ ન કરાય તેમ સૂત્રનો પણ ભેદ ન કરાય. ‘ધર્મ'ના બદલે ‘પુણ્ય’ કહે, ‘મંગલ'ના બદલે ‘કલ્યાણ' કહે અને ઉત્કૃષ્ટ'ના બદલે ‘શ્રેષ્ઠ' કહે તો અર્થભેદ ન થાય, છતાં સૂત્રભેદ થાય તે ન ચાલે. બીજા મહાવ્રતમાં ખેલના ન આવે તે માટે વહેલી તકે સૂત્રો શુદ્ધ કરી લેવાં. આ તો પોતાનાં સૂત્રો અશુદ્ધ હોય તો પ્રતિક્રમણમાં આદેશ ન માંગવાનું નક્કી કરે. પણ સવારના પ્રતિક્રમણમાં કે પોતે જ્યારે જાતે ધારે ત્યારે અશુદ્ધ બોલવાથી દોષ લાગે ને ? માટે સૂત્રો સુધારી લેવાનાં. જાહેરમાં ખોટું બોલીએ તો જ પાપ લાગે -
(૦૪) =
એવું નહિ, મનમાં પણ સૂત્રાદિ જૂઠાં બોલીએ તો પાપ લાગે. આ મહાવ્રત પાળવાનું કામ કપરું છે. ચારિત્રનો ફાંકો લઈને ફરનારા પણ ‘આ વ્રત સચવાયું છે' - એમ લગભગ કહી નહિ શકે. વસ્તુમાં રતિ થઈ હોવા છતાં ‘જરૂર છે માટે લીધું - એમ કહે અને અરતિ થતી હોવાથી ત્યાગ કરવા તૈયાર થયો હોવા છતાં ‘જરૂર નથી' એમ કહીને ના પાડે તો એ જૂઠું જ છે ને ?
સૂત્રની અશુદ્ધિ શરૂઆતમાં અતિચારના ઘરની હોય, પણ પછી રોજનું થાય એટલે અનાચારમાં જતાં વાર ન લાગે. રોજ અશુદ્ધિ ડંખ્યા કરે, શુદ્ધિ માટે પ્રયત્ન કરે તો અનાચારમાં ન જાય, પરંતુ ‘આવું તો ચાલે' એમ થાય એટલે અનાચાર જ લાગે ને ? ઝડપથી સૂત્રો બોલનારને ધીરે બોલવાનું કહીએ તો કહે કે “ધીરે બોલવા જઉં તો ભૂલ પડે છે.' આપણે કહેવું પડે કે ભૂલ પડશે તો કાઢીને શુદ્ધ કરાવીશું, પણ ઝડપથી બોલે તો ભૂલ કાઢવાની પણ ન ફાવે. પરંતુ અસલમાં એને ભૂલ પડે એનો વાંધો ન હોય, ભૂલ કાઢે એનો વાંધો હોય ! પોતાની ભૂલ કોઈ કાઢે - એ પણ જેને પાલવે એવું ન હોય તેવાઓ જૂઠું બોલ્યા વિના નહિ રહેવાના. મહાવ્રતોનું આ સ્વરૂપ જે નજર સામે આવે તો ચારિત્ર કેટલું ઊંચું છે તેનો ખ્યાલ આવ્યા વિના નહિ રહે. બીજા બધા દોષો નભાવાય, પણ આ જૂઠ ન નભાવાય. કારણ કે જૂઠું ન બોલે તો દોષોની સાચી કબૂલાત કરે અને તેથી દોષોનો નિકાલ કરવાનું સરળ બને. જ્યારે જૂઠું બોલે તેના દોષોનો નિકાલ કઈ રીતે કરાય ? વસ્તુ ભાવી જાય માટે વધારે વાપરે અને પાછા કહે કે કોણ જાણે કેમ ? - આજે ભૂખ વધારે લાગી છે, પેટ જ ભરાતું નથી... આ જૂઠું બોલવાની રીત જ છે ને ?
સવ આવું કહીએ તો ખરાબ ન દેખાઈએ, સારા દેખાઈએ.
આમાં તમે સારા નહિ, જૂઠા દેખાઓ છો. ભગવાનના શાસનના પરમાર્થને પામેલા ગુરુભગવંત આગળ પણ જૂઠું બોલો ને સાચું ન બોલો તો સાચું બોલશો
ક્યાં ? આચાર્યભગવંત કાંઈ અજ્ઞાન નથી, એ તમારું જૂઠું પકડી પાડે છે. એના કારણે તમે સારા દેખાવાને બદલે મહાભૂંડા દેખાઓ છો ? આ તો ભગવાન પાસે જઈને પણ કહે કે ‘પાપનો મને ભય છે !' ત્યાં ય સાચું બોલવાની તૈયારી નથી કે દુ:ખનો જ ડર લાગે છે, પાપ તો ભૂંડું લાગતું જ નથી.' પાપ ચાલુ રાખીને
(૧૦૫)
Page #55
--------------------------------------------------------------------------
________________
દુઃખ ભોગવવું ન પડે માટે જ ભગવાન પાસે જાઓ છો ને ? એક વાર દુઃખ વેઠવાનું સત્ત્વ કેળવી લો તો પાપને ટાળવાનું સહેલાઇથી શક્ય બનશે. જેને દુઃખ વેઠવાની વૃત્તિ જાગે તે બીજાને દુ:ખ આપવામાંથી બચી શકે. આપણને સુખ ભોગવવું છે અને દુઃખ ભોગવવું નથી તેમાંથી તો જૂઠું બોલાય છે. જેને દુઃખ વેઠવાની વૃત્તિ ન હોય તે બીજાને દુ:ખ આપવામાંથી બચી નહિ શકે. જો દુ:ખ વેઠી લેવાની તૈયારી હોય અને સુખ ભોગવવું ન હોય તો જૂઠું બોલવાનું કોઈ કારણ છે ખરું ! તમારે ત્યાં તો જૂઠાણું એ વ્યાપારની કળા ગણાય છે ને ? પૈસા આપવા ન હોય, છતાં કહે કે ‘અત્યારે સગવડ નથી' આ જૂઠું જ છે ને ? છતાં અહીં તમારી વાત નથી કરવી. કારણ કે તમે વ્રત લીધાં નથી, અમે તો વ્રત લઈને બેઠા છીએ તેથી અમારે આ બધું વિચાર્યા વિના નહિ ચાલે. અહીં કોઈની નિંદા કે ટીકા-ટિપ્પણ કરવાનો ભાવ નથી, આપણી જાતને બચાવી લેવાનો આ પ્રયત્ન છે. શ્રી અઇમુત્તામુનિએ અપ્લાયની વિરાધના કરી અને સ્થવિરભગવંતે જણાવ્યું તો તરત જ લજ્જા પામ્યા અને આલોચના કરવા તૈયાર થઈ ગયા. ‘મેં તો રમવા માટે જ કર્યું હતું, વિરાધના કરવાનો ભાવ ન હતો, આ તો બાલસહજ સ્વભાવ છે', આવી કોઈ જાતની દલીલ ન કરી. ઉપરથી એમણે તો વિચાર્યું કે વિરાધનાનો ભાવ ન હોય તોપણ રમતનો તો ભાવ હતો ને ? રમતમાં પણ વિરાધના કેમ કરાય ? એમ સમજીને ભગવાન પાસે આલોચના કરવા ગયા તો પશ્ચાત્તાપના ભાવમાં જ કેવળજ્ઞાન પામી ગયા. જ્યારે ચંડકૌશિકના પૂર્વભવમાં પગ નીચે દેડકી આવીને મરી ગઈ તે વખતે વિરાધનાનો ભાવ ન હતો છતાં સાથેના સાધુએ ભૂલ બતાવી એ ગમ્યું નહિ ને બચાવ કરવાની વૃત્તિ જાગી તો જૂઠ્ઠું બોલ્યા ને ? બંન્ને દૃષ્ટાંત નજર સામે આવે તો કઈ રીતે વર્તવું જોઈએ - એવો ખ્યાલ આવે ને ?
૦ વય: હૃતિ આવું પણ કહ્યું હતું ને ?
એ તો પાદલિપ્તસૂરિજીની વાત છે. બાલવયમાં આચાર્યપદે બિરાજમાન કરાયા હતા, તે વખતે રમત થઈ ગઈ તો શાસનની અપભ્રાજના ન થાય અને
પ્રભાવના થાય તે માટે કહ્યું હતું કે વાતો નીતિ વય: પ્રીતિ । (બાળક નથી રમતો, એની વય રમે છે.) આમાં બચાવની વૃત્તિ ન હતી. સ્વબચાવની
(૧૦૬)
ન
વૃત્તિ આરાધવામાં આડી આવવાની, જ્યારે શાસનની રક્ષાનો ભાવ પ્રભાવનામાં સમાવાનો. આરાધના અને પ્રભાવનાની વાતમાં ભેળસેળ ન કરો. આપણી જાત માટે પ્રભાવના કરતાં આરાધના ચઢિયાતી છે – એટલું યાદ રાખો. શ્રી સ્કંદકાચાર્ય પાંચ સો શિષ્યને લઈને જવા નીકળ્યા ત્યારે ભગવાને એમ કહ્યું હતું કે તમારા સિવાય બધાને લાભ થશે. આ તો ભવિતવ્યતા એવી હતી માટે એવું થયું, બાકી
સ્કંદકાચાર્યની આરાધના તો સિદાઈને ?
સાચું બોલવામાં જોખમ ઘણું છે, પણ જૂઠું બોલવામાં ભયંકર પાપ છે. સાચું બોલ્યા પછી વર્તમાનમાં કદાચ વેઠવું પડે એની ના નહિ, પણ જૂ બોલવાના કારણે તો અનુબંધ ઘણો ખરાબ પડે છે. અસત્યનાં આવરણો એટલાં ગાઢ છે કે એને ચીર્યા વિના શુદ્ધ સ્વરૂપ પ્રગટ નહિ થાય. એક વાર સત્ત્વ કેળવી લો કે આચાર્યભગવંત કાઢી મૂકવાની વાત કરે તોપણ વાંધો નહિ, પણ જૂઠું તો નથી જ બોલવું. કાલ્પનિક ભય મનમાંથી કાઢીને, માથું મૂકીને પણ સત્ય બોલવાનું સત્ત્વ કેળવી લો. ‘પરિણામ જે આવશે તે વેઠી લઈશું' આટલી તૈયારી કેળવીએ તો જ જૂઠાથી બચી શકાશે. કપરું ચોક્કસ છે, પણ અશક્ય નથી.
સ૦ સામાને દુ:ખ થાય તેવું સાચું ના બોલાય ને ?
તેથી જ તો મૌન રહેવાનું કહ્યું છે. જ્યારે જવાબ આપ્યા વિના ચાલે એવું ન હોય ત્યારે સામાને પીડા ન પહોંચે એવું ખોટું બોલવું પણ પીડાકર સત્ય ન બોલવું. જેમ કે મૃગલાંની પાછળ પડેલો શિકારી પૂછે કે ‘મૃગલાં કઈ દિશામાં ગયાં' ત્યારે શરૂઆતમાં તો મૂર્ખા હોવાનો, સાંભળ્યું ન સાંભળ્યું કરવાનો ડોળ કરવો, છતાં જો શિકારી જવાબ આપવાની ફરજ પાડે તો મૃગલાંને પીડાથી બચાવવા માટે ઊંધી દિશા બતાવવી. આવા વખતે પીડાકારી સત્ય ન બોલવું. તેમાં જૂઠું બોલવાનો આશય નથી, પીડા ટાળવાનો આશય છે. શિકારીને પણ ઠગવાનો આશય નથી, એના પાપમાં અનુમતિ ન આપવાનો, સહાય ન કરવાનો આશય છે. બીજું મહાવ્રત પહેલાની રક્ષા માટે છે. પહેલા મહાવ્રતનો વ્યાઘાત કરનાર બીજું મહાવ્રત ન બને એ રીતે વર્તવું.
સ૦ પહાડ જેવાં જૂઠાણાં ચાલતાં હોય ત્યાં નાનાં જૂઠાણાંની વાત કરો તો કેમ ચાલે ?
(૧૦૭)
Page #56
--------------------------------------------------------------------------
________________
મોટાં જૂઠાણાં આવ્યાં ક્યાંથી ? નાનાંની ઉપેક્ષા કરી, એમાંથી જ ને ? નાનામાં નાના શલ્યની પણ ઉપેક્ષા કરવામાં આવે તો તે પ્રાણને હરનારું બને ને ? આથી જ નાનાં જૂઠાણાં કેવાં છે એ સમજાવવું છે. નાનાં જૂઠાણાંમાં પાપ દેખાય તો મોટું જૂઠું બોલતાં આંચકો લાગે ને ? ‘આખી દુનિયા જૂઠ્ઠું બોલે છે તેમાં આપણે શું નવું કરીએ છીએ, જે જૂઠું બોલીએ છીએ તેમાં પણ ભાવ સારો છે'... આ બધા બચાવો મૃષાવાદના પાપથી અને તેના અનુબંધથી બચવા કામ નહિ લાગે. જૂઠું બોલવામાં દેખીતો લાભ દેખાતો હોય તોપણ તેમાં આપણું કલ્યાણ નથી - એટલું સ્વીકારતા થયું છે.
સ૦ પૂર્વના સંસ્કાર આડા આવતા હોય તો ?
જૂઠ્ઠું બોલવાની ટેવ હોય કે અભ્યાસ પડી ગયો હોય તોપણ એ અભ્યાસ તોડવા માટે સાધુપણામાં આવ્યા છીએ - એટલું યાદ રાખવું. અત્યારે કદાચ જૂઠું બોલવાના કારણે ગુરુ બોલશે નહિ કે ગુરુ આગળ સારા દેખાઈશું પણ તેનું પરિણામ સારું નહિ આવે. ભવિષ્યમાં ખરાબ પરિણામ ભોગવવું એના કરતાં તો વર્તમાનમાં જે પરિણામ આવે તે ભોગવી લેવાની તૈયારીથી મૃષાવાદનો ત્યાગ કરીને ભવિષ્ય સુધારવું સારું ને ! એટલું નક્કી કરી લઈએ કે જે પરિણામ આવશે તે ભોગવી લઈશું પણ ગુરુ આગળ જૂઠું નથી બોલવું તો સંયમજીવનમાં આનંદ આવ્યા વિના નહિ રહે. આ તો જીવન જ એવું ગોઠવાઈ ગયું છે કે જાણે જૂઠું બોલવાની પ્રતિજ્ઞા લઈને ન આવ્યા હોય ! તમારે જેમ પૈસા કમાવા માટે જૂઠું નથી બોલવાનું તેમ અમારે માનસન્માનાદિનું સુખ ભોગવવા માટે જૂઠું બોલવાનું નથી.
સ૦ શાસ્ત્રના સિદ્ધાંતની સાચી વાતથી સામાને દુઃખ થતું હોય તો ?
જેને આવું દુ:ખ થતું હોય તેને સિદ્ધાંત સમજાવવા ન બેસવું. શાસ્ત્રના સિદ્ધાંતો આપણે જાતે માનવાના છે, અપનાવવાના છે; બીજાના માથે લાદવાના નથી. જ્યારે સિદ્ધાંતની રક્ષાનો પ્રસંગ આવે ત્યારે સત્ય બોલતાં અચકાવું નહિ. જેને માથે સત્યસિદ્ધાંત સમજાવવાની જવાબદારી છે તેઓ તે અવસરે મૌન રહે તોપણ દોષ લાગે. અસત્ય સિદ્ધાંતની પ્રરૂપણાના કારણે લોકો ઉન્માર્ગગામી ન બને તે માટે સત્યસિદ્ધાંતનું સ્થાપન કરવામાં આવે તે વખતે ઉત્સૂત્રપ્રરૂપકને દુઃખ થાય તોપણ તેમાં શુદ્ધપ્રરૂપકને દોષ લાગતો નથી. કારણ કે એવા વખતે કોઈને (૧૦૮)
ઉતારી પાડવાની કે ખરાબ ચીતરવાની બુદ્ધિ નથી. કોઈ પણ ઉન્માર્ગગામી ન બને એવી હિતબુદ્ધિ રહેલી છે અને અંતે તો પીડા ટાળવામાં ધર્મ નથી, ભગવાનની આજ્ઞા પાળવામાં ધર્મ છે - એટલું યાદ રાખવું. ભગવાનની આજ્ઞા માનવામાં આરાધના છે અને ભગવાનની આજ્ઞા ન માનવામાં વિરાધના છે. જેને માર્ગ સમજવો હોય તેને સમજાવવાના અનેક ઉપાય છે, પણ જેને સમજવું જ નથી માત્ર દેખાવ કરવો છે - એવાઓને પહોંચી ન વળાય. એક બાજુ કહે કે સમાધાન કરવું છે અને બીજી બાજુ સમાધાનના જેટલા શાસ્ત્રાનુસારી રસ્તા હોય તે બંધ રાખે તો ચાલે ? સરળતા હોય તો સમજવાનું અને સમજાવવાનું સહેલું બને. अहावरे तच्चे भंते! महव्वए अदिन्नादाणाओ वेरमणं, सव्वं भंते ! अदिन्नादाणं पच्चक्खामि, से गामे वा नगरे वा रण्णे वा अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा नेव सयं अदिन्नं गिहिज्जा नेवऽन्नेहिं अदिन्नं गिण्हाविजा अदिन्नं गिण्हंते वि अन्ने न समणुजाणामि जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करंतंपि अन्नं न समणुजाणामि । तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । तच्चे भंते ! महव्वए उवट्टिओमि सव्वाओ अदिन्नादाणाओ वेरमणं ३ ।। (सूत्र -५ )
હવે બીજા પછીના ત્રીજા મહાવ્રતમાં હે ભગવન્ ! અદત્તાદાનથી વિરામ પામવાનું ભગવાને જણાવ્યું છે તેથી હે ભગવન્ ! હું સર્વ પ્રકારનાં અદત્તાદાનનું પચ્ચક્ખાણ કરું છું. પછી તે ગામમાં હોય, નગરમાં હોય કે અરણ્યમાં હોય, થોડું હોય કે વધારે હોય, નાનું હોય કે મોટું હોય, સચિત્ત હોય કે અચિત્ત હોય કોઈ પણ પ્રકારનું અદત્ત (નહિં આપેલું) હું જાતે ગ્રહણ કરીશ નહિ, બીજા પાસે અદત્ત ગ્રહણ કરાવીશ નહિ, અદત્તને ગ્રહણ કરનારને સારા માનીશ પણ નહિ.
જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ રીતે ત્રિવિધે ત્રિવિધે મનથી વચનથી કે કાયાથી અદત્તાદાન કરીશ નહિ, કરાવીશ નહિ અને કરતાને અનુમોદીશ પણ નહિ. ભૂતકાળમાં મેં જે કાંઈ અદત્તાદાન(ચોરી)નું પાપ કર્યું છે તેનાથી હું પાછો ફરું છું, આત્મસાક્ષીએ તેની નિંદા કરું છું, આપની સમક્ષ ગાઁ કરું છું અને એ પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવું છું. આ રીતે હે ભગવન્ ! ત્રીજા મહાવ્રતમાં સર્વ પ્રકારના અદત્તાદાનથી વિરામ પામવા માટે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું.
(૧૦૯)
Page #57
--------------------------------------------------------------------------
________________
અદત્ત એટલે નહિ આપેલું. કોઈએ નહિ આપેલું ગ્રહણ કરવું તેને ચોરી કહેવાય છે. આ અદત્ત ચાર પ્રકારનાં છે. જે વસ્તુ જેની માલિકીની હોય તેને પૂછ્યા વિના તે વસ્તુ લેવી તેને સ્વામી-અદત્ત કહેવાય. કોઈ પણ જીવના પ્રાણ તે હરવા તેને જીવ-અદત્ત કહેવાય. કારણ કે કોઈ જીવે પોતાના પ્રાણ હરવાની રજા આપણને આપી નથી. ભગવાનની આજ્ઞા ન માનવી તેને તીર્થંકર-અદત્ત કહેવાય
અને ગુરુની આજ્ઞા ન પાળવી તેને ગુરુ-અદત્ત કહેવાય. સાધુભગવંત આ ચારમાંથી એક પણ પ્રકારનું અદત્ત સેવે નહિ. સાધુભગવંત તો ચોરી ન કરે ને ? સ્વામીઅદત્ત અને જીવ-અદત્તથી બચવાનું હજુ સહેલું છે, પણ તીર્થંકર-અદત્ત અને ગુરુ-અદત્તથી બચવાનું કામ અત્યંત કપરું છે. અમારી પાસે જેટલી વસ્તુ હોય તેની ખબર અમારા ગુરુભગવંતને હોય કે નહિ ? જો હોય તો સમજવું કે ગુરુઅદત્ત નથી. બાકી અમારી કોઈ પણ પ્રવૃત્તિ ગુરુની જાણબહારની હોય તો અમને ગુરુ-અદત્તનું પાપ લાગવાનું જ. અને જ્યાં ગુરુ-અદત્ત હોય ત્યાં તીર્થંકર-અદત્ત હોય જ. કારણ કે તીર્થંકરભગવંતની સૌથી પહેલી આજ્ઞા એ છે કે - જે ગુરુ કહે તે પ્રમાણે કરવું. એક વાર આચાર્યભગવંતને હાથ ધોવા માટે મેં સાબુ આપ્યો. સાહેબે હાથ ધોતાં કહ્યું કે ‘તારો સાબુ ફીણ બહુ કરે છે’ તે વખતે ‘તારો' શબ્દ સાંભળીને મારા કાન ચમક્યા. સાબુજેવી વસ્તુ પણ ગુરુની જાણ બહાર રાખી હોય તો ગુરુ-અદત્તના પાપથી કેવી રીતે બચાય ? વસ્તુ વગર ચલાવી લઈશું પણ ગુરુની જાણ બહારની વસ્તુ રાખવી નથી : આટલી તૈયારી હોય તો આ ગુરુ-અદત્તના પાપથી બચી શકાશે.
अहावरे चउत्थे भंते ! महव्वए मेहुणाओ वेरमणं, सव्वं भंते ! मेहुणं पच्चक्खामि, से दिव्यं वा माणुसं वा तिरिक्खजोणियं वा, नेव सयं मेहुणं सेविज्जा वनेहिं मेहुणं सेवाविज्जा मेहुणं सेवतेऽवि अन्ने न समणुजाणामि जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करंतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । चउत्थे भंते ! महव्वए उवट्टिओमि सव्वाओ मेहुणाओ वेरमणं ४ ।। (सूत्र - ६ )
હવે ત્રણ મહાવ્રતથી અન્ય એવા ચોથા મહાવ્રતને વિષે હે ભગવન્ ! મૈથુનથી વિરામ પામવાનું ભગવાને જણાવ્યું છે. તેથી હે ભગવન્ ! સર્વ પ્રકારનાં
(૧૧૦)
મૈથુનનું હું પચ્ચક્ખાણ કરું છું. પછી તે દેવતાસંબંધી હોય, મનુષ્યસંબંધી હોય કે તિર્યંચસંબંધી હોય, તેમાંથી એક પણ પ્રકારનું મૈથુન હું જાતે સેવીશ નહિ, બીજા પાસે મૈથુન સેવરાવીશ નહિ, મૈથુન સેવનારા બીજાને સારા માનીશ પણ નહિ. જ્યાં સુધી જીવું ત્યાં સુધી ત્રિવિધે ત્રિવિધે મનથી, વચનથી, કાયાથી મૈથુનનું સેવન કરીશ નહિ, કરાવીશ નહિ, કરતાને અનુમોદીશ પણ નહિ. ભૂતકાળમાં મેં જે કાંઇ મૈથુનસેવન કર્યું છે તેનાથી હે ભગવન્ ! હું પાછો ફરું છું, તે પાપની આત્મસાક્ષીએ નિંદા કરું છું, આપની સમક્ષ ગીં કરું છું અને તે પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવું છું. આ રીતે હે ભગવન્ ! ચોથા મહાવ્રતમાં સર્વથા મૈથુનથી વિરામ પામવા માટે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું.
આ ચોથા મહાવ્રતનું મહત્ત્વ તો તમને સમજાવવું પડે - એમ નથી ને ? તમે તો મહા-ઉત્સૂત્રભાષીને પણ જો તે ચોથું પાળતા હોય તો તમારાથી ઊંચા ગણો ને ? શાસ્ત્રમાં ચોથા મહાવ્રતની મહત્તા જણાવી છે, પરંતુ તમે જેવી માનો છો એવી નથી જણાવી. તેની દુષ્કરતા જણાવવા માટે મહત્તા બતાવી છે, બીજાં વ્રતોને ગૌણ જણાવવા માટે નહિ. નારદજી બ્રહ્મચર્યનું પાલન સારામાં સારું કરતા હતા છતાં દ્રૌપદીએ તેમને અસંયતી જાણીને તેમનો આદર કર્યો ન હતો. કારણ કે ચોથું વ્રત પાળતા હોવા છતાં ચોથાની સાથે બીજાં ચાર વ્રતો તેમની પાસે ન હતાં. તેથી જ તો તેઓ અસંયતી કહેવાતા હતા.
સ૦ ચોથું વ્રત લે એટલે અડધી દીક્ષા આવી જાય ને ?
એની ના નથી, પરંતુ એની સાથે બીજી અડધી દીક્ષા બાકી છે – એટલું યાદ રાખવું.
સ૦ પણ અડધામાં બાકીનાં ચાર વ્રત આવે ને ?
છતાં તેમાં મુખ્ય કોણ ? શરીરનાં અંગોમાં માથું તો પા ભાગથી ય ઓછામાં ગણાય. છતાં માથા વિનાનું બધું નકામું ને ? તેથી સમજીને ચાલો. તમે પેલા શેઠની અને નાવિકની વાત સાંભળી છે ને ? એક શેઠ નૌકામાં બેઠા હતા. તેમણે નાવિકને સહજભાવે પૂછ્યું કે ‘તું શું ભણ્યો ?” નાવિકે કહ્યું, ‘કાંઈ નહિ.' ત્યારે શેઠે કહ્યું કે – 'તારી પા જિંદગી પાણીમાં ગઈ.' પછી શેઠે પૂછ્યું કે - ‘બીજો કાંઇ ધંધો
(૧૧૧)
Page #58
--------------------------------------------------------------------------
________________
શીખ્યો કે નહિ ?' નાવિકે ના પાડી એટલે શેઠે કહ્યું કે - ‘તો તારી અડધી જિંદગી પાણીમાં ગઈ.' પછી પાછું શેઠે પૂછ્યું કે, ‘તું પરણ્યો ?' નાવિકે ના પાડી. એટલે શેઠે કહ્યું કે ‘તો તો તારી પોણી જિંદગી પાણીમાં ગઈ.” એટલી વારમાં નદીમાં તોફાન ચઢ્યું અને નદી હાલમડોલમ થવા માંડી. એટલે નાવિકે શેઠને પૂછ્યું કે - “શેઠ ! તમને તરતાં આવડે છે ?' શેઠે ના પાડી. ત્યારે નાવિકે કહ્યું કે ‘તો શેઠ ! તમારી આખી જિંદગી પાણીમાં ગઈ - એમ સમજે !' આના ઉપરથી પણ સમજાય ને કે જ્યાં જેની જેટલી મહત્તા હોય તેટલી જ મહત્તા ત્યાં અંકાય.
સવ બીજું મહાવ્રત મુખ્ય અને ચોથું ગૌણ - એમ ?
આવું ક્યાંથી લઈ આવ્યા ? આ તો તમે ચોથાને મુખ્ય માની બીજાને ગૌણ માનો છો માટે આટલી વાત કરી. બાકી વ્રત તો એકે ગૌણ નથી. બધાં જ સાધુપણી માટે સમાનરૂપે મુખ્ય છે. જેને જે નડે તેના ઉપર તે ભાર આપે તે જુદી વાત, જે ખૂટતું હોય તેના માટે મહેનત વધારે કરવાની - એય જુદી વાત. બાકી સાધુપણામાં એકે વિના ન ચાલે. શરીરનું કયું અંગ ન હોય તો ચાલે ? તેમ અહીં પણ પાંચમાંથી એકે ગૌણ નથી. તમે ઊંધું ના સમજશો. ચોથું ન હોય તો ચાલે - એવી વાત જ નથી. ચોથું પાળનારામાં પણ બીજા વ્રતની ખામી હોય તો ન જ ચાલે - એટલી વાત છે. બાકીનાં મહાવ્રતોમાં ખામી હોય તો માત્ર પોતાને જ નુકસાન થાય જ્યારે ઉત્સુત્રભાષણ કે ઉન્માર્ગદશનારૂપ બીજા મહાવ્રતની ખામીના કારણે પોતાની સાથે બીજા અનેકોના નુકસાનનું કારણ હોવાથી શાસ્ત્રમાં તેની ભયંકરતા વર્ણવી છે.
अहावरे पंचमे भंते ! महव्वए परिग्गहाओ वेरमणं, सव्वं भंते ! परिग्गह पच्चक्खामि, से अप्पं वा बह वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा नेव सयं परिग्गहं परिगिहिजा नेवऽन्नेहिं परिग्गहं परिगिण्हाविजा परिग्गहं परिगिण्हंतेऽवि अन्ने न समणुजाणामि जावजीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडितमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । पंचमे भंते ! महव्वए ૩ક્િfષ દળો ઘf Tદારૂનો વેરાન છે || (મૂત્ર-૭).
ta૧૨) =
હવે ચારથી અન્ય એવા પાંચમા મહાવ્રતને વિષે હે ભગવન્ ! પરિગ્રહથી વિરામ પામવાનું ભગવાને જણાવ્યું છે, તેથી હે ભગવન્ ! સર્વ પ્રકારના પરિગ્રહનું હું પચ્ચખાણ કરું છું. પછી તે થોડું હોય કે ઘણું હોય, નાનું હોય કે મોટું હોય, સચિત્ત હોય કે અચિત્ત હોય : કોઈ પણ પ્રકારનો પરિગ્રહ હું જાતે રાખીશ નહિ, બીજા પાસે પરિગ્રહ રખાવીરા નહિ, પરિગ્રહ રાખનાર બીજાને સારા માનીશ પણ નહિ. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ત્રિવિધે ત્રિવિધે મનથી વચનથી કાયાથી પરિગ્રહ રાખવાનું પાપ કરીશ નહિ, કરાવીશ નહિ, કરતાને અનુમોદીશ પણ નહિ. ભૂતકાળમાં મેં જે કાંઈ પરિગ્રહનું પાપ કર્યું છે તેનાથી હે ભગવન્ ! પાછો ફરું છું, આત્મસાક્ષીએ તેની નિંદા કરું છું, આપની સમક્ષ ગહ કરું છું અને એ પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવું છું. આ રીતે પાંચમા મહાવ્રતને વિષે હે ભગવન્ ! હું સર્વ પ્રકારના પરિગ્રહથી વિરામ પામવા માટે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું.
સંયમની સાધનામાં ઉપયોગી એવાં ઉપકરણથી અધિક ઉપકરણ જો સાધુ રાખે તો સાધુને પરિગ્રહનું પાપ લાગે છે. એ જ રીતે સાધના માટે ઉપયોગી ઉપકરણો પ્રત્યે પણ મૂચ્છ રાખવાથી પરિગ્રહનું પાપ લાગે છે. સંયમની સાધના માટે તો જેટલાં ઉપકરણો જોઈએ એ છાબમાં સમાઈ જાય એટલાં હતાં અને એ છાબ તો કુમળી વયની છોકરીઓ પણ પોતાના માથે ઉપાડીને મજેથી ચાલી શકતી હતી. આજે તો અમારો સામાન ઉપધિ બાંધીને ઉપાડી શકાય એટલો નથી રહ્યો. હવે તો બોકસ પણ ઓછું પડે - એવી હાલત છે ને ? સાધુની જરૂરિયાતો વધી અને શ્રાવકોની ઉપેક્ષા વધી એટલે રાખવા-૨ખાવવાનું કામ શરૂ થઈ ગયું. સાધુઓ જરૂરિયાત ઘટાડી દે અને શ્રાવકો સાધુસાધ્વીનું ધ્યાન રાખતા થઈ જાય તો આજે અડધો પરિગ્રહ ઓછો થઈ જાય. શ્રી મહાવીરપરમાત્માના જન્મકલ્યાણકને પચીસસો વરસ થયાં તેની ઉજવણી રાષ્ટ્રીય સ્તર ઉપર કરવાનું કેટલાક લોકોએ નક્કી કરેલું, તેના વિરોધનું કાર્ય આચાર્યભગવંતે આરંવ્યું. તે વખતે સાહેબે કહેલું કે આ કાર્યમાં પૈસાની પણ જરૂર પડવાની. ત્યારે એક ભાઈએ કહેલું કે વીસ લાખ સુધીની જરૂર હોય ત્યાં સુધી કોઈને કહેશો નહિ. આવી તૈયારી બતાવનારા શ્રાવકો મળી આવે તો ફરક પડે ને ?
अहावरे छट्टे भंते ! वए राईभोयणाओ बेरमणं, सव्वं भंते ! राईभोयणं पच्चक्खामि, से असणं वा पाणं वा खाइमं वा साइमं वा, नेव सयं राई भंजेजा
(૧૧૩)
Page #59
--------------------------------------------------------------------------
________________
नेवऽन्नेहिं राई भुंजाविजा राई भुंजतेऽवि अन्ने न समणुजाणामि जावजीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समजाणामि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । छट्टे भंते ! वए उवट्टिओमि सव्वाओ राईभोयणाओ वेरमणं ६ ।। (सूत्र-८) इच्चेयाई पंच महव्वयाई राइभोयणवेरमणछट्ठाई अत्तहियट्टयाए उवसंपजित्ता णं विहरामि ।। (सूत्र-९)
પાંચ મહાવ્રતોથી અન્ય એવા છઠ્ઠા વ્રતને વિષે હે ભગવન્ ! રાત્રિભોજનથી વિરામ પામવાનું ભગવાને જણાવ્યું છે તેથી હે ભગવન્! સર્વ પ્રકારના રાત્રિભોજનનું હું પચ્ચખાણ કરું છું, પછી તે અશન હોય, પાન હોય, ખાદિમ હોય કે સ્વાદિમ હોય : તેમાંથી કોઈ પણ પ્રકારના આહારનું ભોજન હું જાતે રાત્રે કરીશ નહિ, બીજાને રાત્રે ભોજન કરાવીશ નહિ, જેઓ રાત્રે ભોજન કરતા હશે તેમને સારા માનીશ પણ નહિ. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી વિવિધ ત્રિવિધે મનથી વચનથી કાયાથી રાત્રિભોજન કરીશ નહિ, કરાવીશ નહિ, કરતાને સારા માનીશ પણ નહિ. ભૂતકાળમાં મેં જે કાંઇ રાત્રિભોજનનું પાપ કર્યું છે તેનાથી હું પાછો ફરું છું, તે પાપની આત્મસાક્ષીએ નિંદા કરું છું, આપની સમક્ષ ગહ કરું છું અને તે પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવું છું. આ રીતે છઠ્ઠા વ્રતને વિષે હે ભગવન્ ! સર્વ પ્રકારનાં રાત્રિભોજનથી વિરામ પામવા માટે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. આ પ્રમાણે આ પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિભોજનવિરમણ વ્રતને મારા પોતાના આત્માના હિત સ્વરૂપ મોક્ષ માટે સારી રીતે અંગીકાર કરીને હું સુસાધુપણામાં વિચરું છું.
આ રાત્રિભોજનવિરમણવ્રત પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનના જીવોને માટે મૂળ ગુણ તરીકે ગણાતું હોવાથી પાંચ મહાવ્રતની સાથે ઉચ્ચરાવવામાં આવે છે. બાવીસ તીર્થંકરોના શાસનના જીવો ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી તેઓની અપેક્ષાએ આ વ્રતનો સમાવેશ ઉત્તરગુણમાં થાય છે. પહેલા તીર્થંકરોના શાસનના જીવો ઋજુ અને જડ હોવાથી તેમ જ છેલ્લા તીર્થંકરોના શાસનના જીવો વક્ર અને જડ હોવાથી તેમના માટે આ રાત્રિભોજનવિરમણવ્રત મૂળગુણરૂપે પાંચ મહાવ્રત સાથે જણાવ્યું છે. આપણી વક્રતા અને જડતાના કારણે પાંચ મહાવ્રતની સાથે છઠું રાત્રિભોજનવિરમણવ્રત જ ઉચ્ચરાવવામાં આવે છે - એમ પૂ. હરિભદ્રસૂરિ મહારાજ
ta૧૪) =
કહે છે. ગૃહસ્થપણામાં પણ રાત્રે વાપરતા ન હોય તેવાને સાધુપણામાં રાત્રિભોજનવિરમણવ્રત ઉચ્ચરાવવું પડતું હોય તો તે લાયકાતના અભાવે જ ને ? સાધુપણામાં આ વ્રત મુખ્યત્વે સંનિધિના કારણે સચવાતું નથી. સૂર્યાસ્ત પછી સૂર્યોદય સુધી વાપરવું તેને આપણે રાત્રિભોજન ગણીએ છીએ. જ્યારે અહીં રાત્રે લાવેલું દિવસે વાપરે વગેરે ચાર ભાંગા બતાવ્યા છે, આ ચારે ભાંગે રાત્રિભોજન જણાવ્યું છે. રાત્રે લાવેલું રાત્રે વાપરે, રાત્રે લાવેલું દિવસે વાપરે, દિવસે લાવેલું રાત્રે વાપરે આ ત્રણ ભાંગે તો રાત્રિભોજનનું પાપ સ્પષ્ટપણે જણાય છે. જ્યારે દિવસે લાવેલું દિવસે વાપરે આ ભાંગે રાત્રિભોજનનું પાપ સંનિધિને આશ્રયીને જણાવેલું છે. આજે દિવસે લાવેલું પણ આવતી કાલે દિવસે વાપરીએ તો સંનિધિનો દોષ લાગે. આ સંનિધિ શરીરના રાગે મોટે ભાગે રખાતી હોય છે. સંનિધિ એટલે સૂર્યાસ્ત પછી રાત્રે વસ્તુ પાસે રાખવી. સંનિધિ ન વાપરવી એટલે સમજવું કે શરીરની કાળજી ન લેવી. શરીરના ગમે તેવા રોગો આવે તોય સહન કરવાની તૈયારી હોય તો આ ભાંગાથી બચાય.
સં૦ સૂર્યાસ્તના બે ઘડી પહેલાં ચોવિહાર ન કરે તો રાત્રિભોજનનો ભાંગો લાગે ?
સાધુભગવંત તો એકાસણાં કરતા હોય એટલે એમની બે ઘડી સચવાઈ જાય. અવડુ એકાસણું સાધુ ન કરે કે જેથી બે ઘડી ન સચવાય. સાધુ ઉપવાસ કરે પણ અવઠ્ઠ એકાસણું ન કરે. ત્રીજી પ્રહરમાં આહારવિહારનિહાર કરી લેવાનાં છે. એકાસણું કરનાર પણ દવાનો ડબ્બો લઇને બેસે તો સંનિધિના પાપથી બચી નહિ શકે. દવા પાસે રાખી મૂકીએ તો સંનિધિ લાગે ને ?
સવ ન છૂટકે લેવી પડે !
ન છૂટકે વ્રતનો ભંગ થાય એ ચાલે ? હજાર રૂપિયાનું કપડું બેગમાં આવતું ન હોય તો કાપીને નાંખો ? થેલીમાં પાપડી-ગાંઠિયા લઈ જાઓ તો ને દબાય તેની કાળજી રાખો કે ન છૂટકે ભાંગી નાંખો ? તમને ખાવાનો જેટલો પ્રેમ છે એટલો પણ પ્રેમ અમને મહાવ્રતોનો ન હોય - તે કેમ ચાલે ? દવા ન છૂટકે લેતા હોય એને તો હજુ નભાવી લઈએ, પણ આજે તો દવા લેવાની છૂટ થઈ ગઈ છે ને ? ભગવાને જે નક્કી કરી આપ્યું છે તેમાં બાંધછોડ કરવાનો અધિકાર આપણને નથી. છતાં જો આપણે બાંધછોડ કરવા તૈયાર થઈએ તો ભગવાનના કેવળજ્ઞાનમાં શંકા છે - એમ માનવું પડે. ભગવાને જે ચોકઠું બતાવ્યું છે તેમાં
(૧૧૫)
Page #60
--------------------------------------------------------------------------
________________
રહીએ તો કોઈ જાતની તકલીફ ન પડે, અથડામણ કે કૂટામણ ન થાય. માર્ગ ચૂક્યા પછી કેવી કફોડી દશા થાય છે તેનો અનુભવ આ સંસારમાં દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવને આશ્રયીને આપણે અનંતીવાર કર્યો છે. હવે એ દશામાંથી છૂટવું હોય તો ભગવાનની આજ્ઞાનો આદર કર્યા વિના નહિ ચાલે.
સ૦ દવા એ આહાર છે ?
તેથી જ તો તે પાસે રાખવામાં રાત્રિભોજનવિરમણવ્રતમાં ભાંગો આવે છે. આહાર ચાર પ્રકારના છે: અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. તેમાંથી દવાનો સમાવેશ સ્વાદિમમાં થાય છે. તેથી દવા રાખવામાં કે દવા નિમિત્તે અનુમાન રાખવામાં રાત્રિભોજનનો ભાંગો સંનિધિને લઈને લાગે - એ સ્પષ્ટ છે. તેમ જ તેમાં જો માઠું ન લાગે કે આંચકો ન લાગે તો આખું ને આખું વ્રત જાય. બાકીના ચાર મહાવ્રત અને છઠું વ્રત પહેલા મહાવ્રતની વાડ તુલ્ય છે પરંતુ વસ્તુ કરતાં વાડની કિંમત અપેક્ષાએ વધારે હોય છે. વાડ મજબૂત હોય તો જ વસ્તુની રક્ષા થાય. વાડ જ ભાંગેલી હોય તો બધું જ નકામું થતાં વાર ન લાગે. માંદા પડીએ ને સહન થાય એવું ન હોય તેથી દવા લઈએ એ જુદી વાત, પરંતુ માંદા ન પડીએ તે માટે દવા લેવી - એ ભૂંડું. આજે એટલો નિયમ લઈ લો કે - માંદગી પૂરી થાય એટલે બધી દવા વોસિરાવી દેવી, અનુપાન પણ બંધ કરી દેવાં. પગમાં ફ્રેકચર થાય અને ઘોડી લેવી પડે તોય સાજા થયા પછી ઘોડી મૂકી દે ને ? આ તો એક વાર મેલેરિયા થાય તો કાયમ માટે ‘લારિયા ગો' પાકીટમાં રાખ્યા કરે.
સ૦ દરેક ઉપાશ્રયમાં પ્રાથમિક સારવારની પેટી રાખીએ તો સારું પડે ને ?
તમે તો એ પેટી રાખવા માટે પણ ટીપ કરવા નીકળવાના ને ? સાધુસાધ્વીની વૈયાવચ્ચ માટે ટીપ કરવી પડે – એ સાધુસાધ્વીની આબરૂ કાઢવા જેવું છે. એક ભાઈની નાની છોકરીને બાયપાસ સર્જરી કરાવવાની હતી. તેનો લાખ રૂપિયાનો ખર્ચો હતો. છોકરીના દાદાએ છોકરીના બાપાને કહ્યું કે આપણે સામાજિક સંસ્થામાં અરજી કરીએ. ત્યારે છોકરીના બાપાએ કહ્યું કે ‘પત્નીનાં ઘરેણાં વેચી દઈશ, દેવું કરીશ પણ મારી છોકરી માટે ભીખ માંગવા નહિ જઉં.’ તમે તો સાધુનાં મા-બાપ કહેવાઓ ને ? આ મા-બાપ તો દીકરા માટે ચપ્પણિયું લઈને ફરવા નીકળે એવાં છે ને ? અમારી નિશ્રામાં જ આ ટીપ કરે ત્યારે અમને
૧૬) =
તો ધરતી જગ્યા આપે તો સમાઈ જઈએ - એવું થાય. તમારે વૈયાવચ્ચ કરવી હોય તો તમારા પૈસે કરવાની, બાકી સાધુસાધ્વી માટે જાહેરમાં ટીપ કરવી પડે - એવું એકે કામ ન કરવું. સાધુસાધ્વીને અપવાદ પદે જરૂર પડશે તો તેઓ તેમની વ્યવસ્થા કરી લેશે. અત્યારે સાધુના આચારની વાત ચાલુ છે તેથી તમારી વાત વચ્ચે નથી કરવી. સાધુસાધ્વી સહનશીલતા ન કેળવે અને દવા રાખે તો તેમને સંનિધિનો પરિભોગ કરવાથી છઠ્ઠા વ્રતમાં અતિચાર લાગે – એટલી વાત છે.
સવ દવા રાખે તો ઉત્તરગુણમાં જ ખામી આવે ને ?
રાત્રિભોજનવિરમણવ્રતને પાંચ મહાવ્રતની સાથે જણાવ્યું છે તે મૂળગુણરૂપે ગણવા માટે જણાવ્યું છે : આ વાત પહેલાં જ થઈ ગઈ છે. મૂળગુણ કે ઉત્તરગુણના ભેદ પાલનની અપેક્ષાએ છે, ઉત્તરગુણની ખામી ચલાવવા માટે નહિ. મૂળગુણના પાલન માટે સહાયભૂત હોવાથી ઉત્તરગુણને જુદા બતાવ્યા છે. ઉત્તરગુણમાં જો ખામી આવે તો તેનો ધક્કો મૂળ ગુણને પણે લાગવાનો જ. તેથી ઉત્તરગુણનું પાલન પણ મૂળગુણની જેમ કરવાનું છે. જમતી વખતે ફરસાણ મુખ્ય ગણાય અને ચટણી ગૌણ ગણાય. કારણ કે ફરસાણ વાપરવા માટે ચટણી છે, ચટણી માટે ફરસાણ નથી. છતાં એ ચટણી પણ ગમે તેમ ખવાય તો નડે ને ? તેમ પાલનની અપેક્ષાએ મૂળગુણ કે ઉત્તરગુણના ભેદ છે બાકી ખામી તો બંન્નેની નડવાની.
સ0 દવાની દસ ગોળી સાથે જ આવે તો શું કરવું ?
તેથી જ દવા લેવી નથી. ગોચરી ગમે તેટલી વધી હોય, વાસી થાય એવી ન હોય તોપણ બીજે દિવસે ન રાખીએ ને ? તો દવા કેવી રીતે રખાય ?
સ0 ગોચરીની વાત જુદી છે અને દવાની વાત જુદી છે.
આ બેનો ભેદ જોયો એટલે જ રાત્રિભોજનનો ભાંગો છૂટતો નથી. આહાર ચાર પ્રકારનો છે : અાન, પાન, ખાદિમ અને સ્વાદિમ. તેમાંથી દવા સ્વાદિમમાં આવે. સાધુને પચ્ચખાણ ચારેય આહારને આશ્રયીને આપવામાં આવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે સાધુઓ ઉત્સર્ગમાર્ગે અાન અને પાન જ વાપરે. ખાદિમસ્વાદિમ તો અપવાદે જ વિહાર આદિમાં વાપરે. શરીરના નિર્વાહ માટે જે વપરાય તે અશન અને શરીરને અલમસ્ત-પુષ્ટ બનાવવા માટે જે વપરાય
(૧૧૭)
Page #61
--------------------------------------------------------------------------
________________
તે ખાદિમ. જ્યારે અશન ન મળે ત્યારે ખાદિમ લેવાનો વખત આવે. સાધુભગવંતને રોટલી, દાળ, ભાત, શાક ન મળે ત્યારે મિષ્ટાન્ન, ફરસાણ વગેરે લેવાનો વખત આવે. જ્યાં સુધી રોટલી, દાળ, ભાત, શાક મળે ત્યાં સુધી મિષ્ટાન્ન કે ફરસાણ સાધુસાધ્વી લે નહિ. આજે લગભગ ઊંધું છે, જ્યારે મિષ્ટાન્ન વગેરે ન મળે ત્યારે રોટલી, દાળ, ભાત, લાવે !
ન
સ૦ ઉત્સવમહોત્સવ ચાલતા હોય ત્યારે જમણવારમાં મિષ્ટાન્ન-ફરસાણ જ મળે ને ?
જ્યાં આવા જમણવાર ચાલતા હોય ત્યાં સાધુસાધ્વી વહોરવા ન જાય. કારણ કે તેમાં સંખંડિદોષ લાગે. જેમાં ઘણા જીવોનો આરંભસમારંભ થતો હોય તેને સંખંડિ કહેવાય. જ્યાં ૨૫-૩૦ માણસનું કુટુંબ હોય એના કારણે ઘણા માણસોની રસોઈ થતી હોય ત્યાં જવામાં બાધ નથી. કારણ કે ત્યાં રોજનું ગોઠવાયેલું તંત્ર હોય તેથી નવા આરંભસમારંભ ન હોય. અને રોજ માટે કોઈ મિષ્ટાન્ન-ફરસાણ બનાવે નહિ. તેમ જ ત્યાં ઘણા માણસોની અવરજવર પણ ન હોય. જ્યારે જમણવારમાં તો નવેસરથી ઘણાં આરંભસમારંભ થતા હોય, તેમાં પ્રણીત આહાર બનાવાતો હોય અને ત્યાં ઘણાની અવરજવર થતી હોય તેથી તેવા પ્રસંગે સાધુસાધ્વી વહોરવા ન જાય. કોઈ વાર આખા ગામનું સાધર્મિકવાત્સલ્ય હોય ને જવું પડે તો દાળભાત વહોરીને નીકળી જાય. ભગવાને આપણા સંયમની ખૂબ ચિંતા કરી છે, ક્યાંય પણ સંસારનું સુખ ઉપાદેય લાગી ન જાય તેની તકેદારી રાખી છે. અહીં ટીકામાં પણ અશન તરીકે ોનાતિ (ભાત વગેરે) જણાવ્યા છે, મિષ્ટાન્ન-ફરસાણ નહિ.
સ૦ સાંજે તો ફરસાણ જ મોટેભાગે મળે.
તેથી જ સાંજે મોટેભાગે સાધુસાધ્વી વાપરે જ નહિ. એકાસણાં થઈ શકે એવાં ન હોય તોપણ સવાર-બપોરનાં બેસણાં કરે. અમે અમદાવાદ શહેરમાં ચોમાસું હતાં. ત્યારે સાંજે કોઈ પણ ઘરમાં જઇએ તો ભાખરી, ઓસામણ, છૂટી દાળ અને ભાત મળી રહે. ત્યારે અમે સાંજે બેસણાં કરીએ તો આચાર્યભગવંત કહેતા કે ઓસામણ અને છૂટી દાળના લાલચુ થયા છો માટે જ સાંજે રહો છો ને ? તમે ફરસાણની ક્યાં માંડો છો ? તુવેરની છૂટી દાળ અને ઓસામણમાં પણ સાધુસાધ્વી (૧૧૮)
સ્વાદ કરી ન બેસે તે માટે સાંજે બેસણાં કરવાની ના પાડવાનું કામ અમારા આચાર્યભગવંત કરતા હતા. તેઓશ્રી કહેતા કે અત્યારે જલસા કરવા હોય એટલા કરી લો, પછી ખબર પડી જશે. મારા ગુરુમહારાજ પણ કહેતા કે – ‘અત્યારે મજા કરી લો. અહીંથી ગયા પછી આપણો રણીઘણી કોઈ નથી, હાડકાં ભાગી જશે.'
આવી પ્રતિજ્ઞા લીઘી તે કરાવવાની
સ૦ રાત્રિભોજન કરાવીશ નહિ સંભાવના કઈ રીતે ઘટે ?
-
વિહારાદિમાં અમારી સાથે જે માણસ હોય તેને રાત્રે જમવા મોકલીએ
એટલે આ રાત્રિભોજન કરાવવાનું પાપ લાગે ને ? મા-બાપ છોડયા પછી, કુટુંબપરિવારને છોડ્યા પછી પણ માણસને રાખીએ ને ? વ્હીલચેર માટે માણસ રાખીએ, ડોળી રાખીએ, સામાન ઉપાડવા માટે સાઇકલવાળો રાખીએ એટલે આ રીતે રાત્રિભોજનનો ભાંગો લાગવાનો. અપવાદપદે બધું જ કરીશું. પણ અપવાદ અપવાદના સ્થાને હોવો જોઈએ. અને અપવાદનું સ્થાન આપણે જાતે નક્કી નથી કરવાનું, ગીતાર્થ ગુરુભગવંતો શાસ્ત્રના આધારે નક્કી કરે. છઠ્ઠા વ્રતનું પાલન પણ આ રીતે દુષ્કર છે. શરીરની મમતાના કારણે સંનિધિનું પાપ લાગે છે, સંનિધિના કારણે રાત્રિભોજનનો ભાંગો લાગે છે. થોડી સહનશક્તિ કેળવી લઈએ તો સંનિધિદોષને ટાળવાનું પણ શક્ય બને. તમારે પણ સાધુ થવું છે ને ? તો અત્યારથી શરીરનું મમત્વ મારવાનો અને સહનશીલતા કેળવવાનો અભ્યાસ પાડવા માંડો. શ્રાવક રાત્રે તો જમે જ નહિ, દિવસે પણ રાગથી ન જમે. શ્રાવકને સાધુ થવાનું મન હોવાથી તે એકાસણાં જ કરે. એકાસણાં ન થાય તોપણ બેસણાથી ઓછો તપ ન કરે. શ્રાવકપણામાં બેસણાં એ તો આશીર્વાદરૂપ છે. તેના કારણે ઘણાં પાપોથી બચી જવાય. છૂટા મોઢે ન વાપરે એટલે જ્યાં-ત્યાં જે-તે ખાવાની ટેવ છૂટી જાય. કાચું-સચિત્ત પાણી વાપરવાનું છૂટી જાય, અભક્ષ્ય-અપેય, અનંતકાય-સચિત્ત-રાત્રિભોજન વગેરે અનેક પ્રકારનાં પાપો કુદરતી છૂટી જાય. માટે તમારે પણ બેસણાથી ઓછો તપ ન કરવો. આ બધું આપણે આપણી જાતે સમજવું છે, બીજાને સમજાવવા નથી બેસવું. આપણે બીજાની ચિંતા જેટલી કરીએ છીએ તેનાથી વધારે ચિંતા આપણી જાતની કરવાની જરૂર છે. સમજાવવામાં બહુ સાર નથી, સમજવામાં તો એકાંતે કલ્યાણ છે. જે ભગવાનની આજ્ઞા પાળશે તેનું કલ્યાણ
(૧૧૯)
Page #62
--------------------------------------------------------------------------
________________
ચોક્કસ થવાનું. જે ન પાળે તેનું અકલ્યાણ કોઈ અટકાવી નહિ શકે અને બીજાનું અકલ્યાણ એની અયોગ્યતાના કારણે થાય તેમાં આપણને કોઈ નુકસાન નથી.
આ રાત્રિભોજનમાં દ્રવ્યાદિને લઈને પણ ચતુર્ભાગી ઘટે છે. (૧) કોઈ દ્રવ્યથી રાત્રે વાપરે પણ ભાવથી નહિ. (૨) કોઈ ભાવથી રાત્રે વાપરે, પણ દ્રવ્યથી ન વાપરે. (૩) કોઈ દ્રવ્યથી પણ રાત્રે વાપરે અને ભાવથી પણ રાત્રે વાપરે. જ્યારે (૪) કોઈ દ્રવ્યથી પણ ન વાપરે અને ભાવથી પણ રાત્રે ન વાપરે. તેમાંથી કોઈ રાગદ્વેષ વગરના સાધુભગવંત સૂર્ય ઊગ્યો ન હોવા છતાં સૂર્ય ઊગી ગયો છે - એમ સમજીને અથવા તો આથમી ગયો હોવા છતાં આથમ્યો નથી - એમ સમજીને કારણસર રાત્રે વાપરે તો પહેલો ભાંગો લાગે કે દ્રવ્યથી રાત્રિભોજન કર્યું પણ ભાવથી ન કર્યું. એ જ રીતે ‘રાત્રે વાપરીશ’ એવી મૂર્છાવાળા જીવને રાત્રે જમવા ન મળે ત્યારે બીજો ભાંગો મળે કે ભાવથી છે, દ્રવ્યથી નથી. જેને ઇચ્છા છે ને રાત્રે વાપરે છે તેને દ્રવ્યથી અને ભાવથી ઉભયથા રાત્રિભોજન હોવાથી ત્રીજો ભાંગો મળે. ચોથા ભાંગે રાત્રિભોજન મળતું ન હોવાથી ચોથો ભાંગો શુદ્ધ છે.
આ પ્રમાણે પાંચ મહાવ્રત અને છ રાત્રિભોજનવિરમણવ્રત આત્માના હિત માટે પાળવાનાં છે. અહીં ‘આત્મહિત’નો અર્થ ‘મોક્ષ' કર્યો છે. કારણ કે આપણા આત્માનું હિત મોક્ષમાં જ સમાયેલું છે. આના ઉપરથી એટલું નક્કી થાય છે કે દરેકે પોતાના આત્માના હિત સ્વરૂપ મોક્ષ માટે જ ચારિત્રધર્મનું પાલન કરવાનું છે. આ સિવાયનો બીજો કોઈ હેતુ વ્રતપાલનનો હોવો ન જોઈએ. આપણે બીજાના આત્માના ઉદ્ધાર માટે દીક્ષા નથી લીધી, આપણા આત્માના ઉદ્ધાર માટે દીક્ષા લીધી છે ; એટલું સાધુસાધ્વીએ કાયમ યાદ રાખવું. બીજાને મોક્ષે પહોંચાડવા માટે આપણી દીક્ષા નથી. તેમ જ આપણા આત્માને પણ મોક્ષે પહોંચાડવા માટે જ દીક્ષા છે, તે સિવાયના દેવલોકાદિની પ્રાપ્તિ માટે આ વ્રત અંગીકાર કરવાનું નથી – એ પણ સાથે યાદ રાખવું. અહીં જણાવે છે કે આત્માના મોક્ષ સિવાય અન્ય કોઈ પણ દેવેન્દ્રત, નરેન્દ્ર–ાદિની ઇચ્છાથી જે વ્રત ગ્રહણ કરવામાં આવે તેને વ્રત કહેવાતું નથી. એવા જીવો વ્રતનું પાલન કરતા હોવા છતાં તત્વથી તેમને વ્રતનો અભાવ થાય છે. જે લાકડી, ચાલવા માટે કે કપડાં સૂકવવા માટે રાખી હોય તે લાકડી કોઈને ફટકારવા માટે કોઈ માંગે તો ‘લાકડી નથી” - એમ કહો
કર૦) -
ને ? કારણ કે ફટકારવા માટે લાકડી નથી. જે વસ્તુ જે પ્રયોજનથી રાખી હોય તેનાથી ભિન્ન પ્રયોજન માટે તે વસ્તુ નથી - એમ જ કહેવાય ને ? કાજાવાળો માણસ પણ કાજો ન લે તો તે માણસ નથી - એમ જ કહો ને ? તેમ જે સાધુ મોક્ષ માટે મહાવ્રત ન પાળે તે સાધુ નથી - તેમ કહેવાય. સાધુપણું મોક્ષના આરાયથી જ પાળવાનું છે - તેમાં સાદ્વાદ નથી લગાડવાનો. કારણ કે સ્યાદ્વાદનો સ્વીકાર મોક્ષે જવા માટે અને સંસારથી છૂટવા માટે કરવાનો છે. સાધુપણું મોક્ષ માટે પણ પળાય અને સંસારના સુખ માટે પણ પળાય - આ પરિણામ સંસારમાં રાખનારો હોવાથી તે સાદ્વાદમાં ન ગણાય અને ‘સાધુપણું મોક્ષ માટે જ પાળવાનું છે” આ અધ્યવસાય સંસારથી તારનારો હોવાથી તે એકાંતવાદમાં ન ગણાય. જેઓ મોક્ષે ગયા નથી તેમની સાધના અપૂર્ણ હોવાથી તે સાધનામાં ન ગણાય, જે સિદ્ધિ સુધી પહોંચાડે તેને સાધના કહેવાય. એ જ રીતે જેઓ મોક્ષે ગયા તેઓ તીર્થંકર થયા વિના ગયા હોય તો પણ તેમની સાધના પરિપૂર્ણ થઈ છે - એમ કહેવાય. હવે અહીં મોક્ષ સિવાયના આ લોક કે પરલોકસંબંધી સુખની ઇચ્છાથી જે વ્રત પળાય છે તે વ્રતરૂપ કેમ ગણાતું નથી તે હેતુ- યુક્તિ આપવા દ્વારા જણાવે છે. મોક્ષ સિવાય જે દેવ-દેવેન્દ્ર, ચક્રવર્તી, વિદ્યાધર, નરેન્દ્રપણાની અભિલાષા વ્રત-પાલન વખતે જાગે તો તેમાં હિંસાદિની અનુમોદના લાગે છે. કારણ કે તે તે નરેન્દ્રવાદિનું (રાજાપણાનું) પુણ્ય હિંસાના યોગે ફળતું હોય છે. તેથી ધર્મના યોગે એવા પુણ્યબંધની અભિલાષા રાખવાથી તેમાં થતી હિંસાની પણ અનુમોદના લાગે છે. આ રીતે હિંસાદિથી વિરામ પામવા સ્વરૂપ વ્રતનો અભાવ થાય છે - એ સમજી શકાય એવું છે. તેથી એકમાત્ર મોક્ષ સિવાય બીજા કશાની અભિલાષા રાખવી નથી. માગવાથી કશું મળતું નથી, આરાધના કરવાથી મળે છે. આ આરાધના પુણ્યના યોગે નથી થતી, ક્ષયોપશમભાવના યોગ થાય છે. સંસારના સુખની ઇચ્છાથી કરાતી આરાધના ઔદયિકભાવની છે. મોક્ષના આશયથી કરાયેલી આરાધના યોપશમભાવની છે. ક્ષયોપશમભાવથી કરાતી આરાધનામાં મંદ અધ્યવસાયને લઈને અલ્પવિશુદ્ધિમાં નરેન્દ્રવાદિનું પુણ્ય બંધાઈ જાય એટલામાત્રથી વ્રતનો અભાવ નથી થતો. કારણ કે તેમાં તેની અભિલાષા ન હોવાથી અનુમોદના પણ નથી. જ્યારે એ સુખની કે પુણ્યની અભિલાષા જાગે ત્યારે હિંસાની અનુમોદના પડેલી હોવાથી વ્રતનો અભાવ થાય છે. તેથી મુમુક્ષુ આત્માઓએ એકમાત્ર સ્વ
(૧૨૧)
Page #63
--------------------------------------------------------------------------
________________
આત્મહિત સ્વરૂપ મોક્ષના પ્રયોજનથી વ્રતનો સ્વીકાર તથા વ્રતનું પાલન કરવાનું છે – એ ભાવને જણાવનારું ‘અત્તહિયદ્ઘયાએ' પદ છે. આ રીતે આત્માના હિત માટે સુસાધુના વિહાર વડે પાંચ મહાવ્રત અને છઠ્ઠું રાત્રિભોજનવિરમણવ્રત : આ છ વ્રતોને હું સારી રીતે અંગીકાર કરીને વિચરીશ... આ સાધુની પ્રતિજ્ઞાનો આકાર છે. જો આત્મહિત સિવાય બીજો અભિલાષ જાગે તો તે વ્રતપાલનમાં હિંસાદિની અનુમોદનાના કારણે અલ્પ આયુષ્યનો બંધ, જિહ્વાનો છેદ, દરિદ્રતા, નપુંસકપણું, અત્યંત દુ:ખીપણું વગેરે દોષ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે બીજો ચારિત્રધર્મનો અધિકાર પૂરો થયો, હવે ત્રીજો યતનાનો અધિકાર શરૂ થાય છે.
પહેલા જીવાજીવાભિગમ અધિકાર દ્વારા પૃથ્વીકાયાદિમાં જીવત્વની સિદ્ધિ
કરી. તેના દ્વારા જીવત્વનો સ્વીકાર કરી બીજા અધિકારમાં જણાવેલ છજીવનિકાયની અહિંસા માટે ત્રીજા મહાવ્રતોના પાલનરૂપ ચારિત્રધર્મના અધિકાર દ્વારા એ જીવોની હિંસાથી વિરામ પામવાનું વ્રત અંગીકાર જેણે કર્યું હોય તેના માટે હવે ચોથો યતનાનો અધિકાર જણાવ્યો છે. જીવને જીવ માન્યા પછી 'મારા હાથે ક્યાંય કોઈની વિરાધના થઈ ન જાય' એવા પ્રકારનો જે અધ્યવસાય પ્રગટે તેને યતના કહેવાય છે. પાપ છોડવાની ભાવનામાત્રથી આરાધના થતી નથી, પાપ છોડવાથી આરાધના થાય છે. તે જ રીતે પાપ છોડ્યા બાદ પણ દુ:ખ ભોગવવાનો અધ્યવસાય કેળવી લઈએ તો સર્વવરિત મજેથી પાળી શકાય. દુઃખ ટાળવાનો અધ્યવસાય પડ્યો હશે ત્યાં સુધી સર્વવિરતિ નહિ મળે, મળેલી પણ સર્વવતિ ગુમાવવાનો વખત આવશે. જેની દુઃખ ભોગવવાની તૈયારી હોય એ જ યતના પાળી શકે. ‘મને દુ:ખ પડે તો વાંધો નહિ, પરંતુ મારા કારણે કોઈને દુઃખ પડવું ન જોઇએ.’ - આ યતનાનો પરિણામ સાધુભગવંતને ચોવીસે કલાક હોવો જોઈએ. અનુબંધિહંસાની પ્રવૃત્તિને પણ સ્વરૂપહિંસામાં પરાવર્તિત કરાવી આપે એ યતનાનો પ્રભાવ છે. જ્યારે સ્વરૂપહિંસાની પ્રવૃત્તિને પણ અનુબંધહિંસામાં ફેરવે એવો અયતનાનો પરિણામ છે. જેઓ અનુબંધહિંસક હતા તેઓ પણ યતનાના પ્રભાવે સ્વરૂપહિંસક અને ક્રમે કરી અહિંસક બની ગયા. ડોક્ટર છરીથી કાપે, લોહી કાઢે તોપણ તે ગુનો ન ગણાય અને કોઈ નખથી ઉઝરડો પાડે તોય તેના પર ખૂનનો આરોપ આવે – એવું તમારા કાયદામાં પણ છે ને ? તે રીતે અહીં પણ યતનાનો પરિણામ હોય તો હિંસા પણ નિર્જરાનું કારણ બને છે. વિહિત
(૨૨)
પ્રવૃત્તિ-સાધુપણાની ઉત્કટ ક્રિયા પણ યતનાના પરિણામ વિના કરવામાં આવે તો હિંસાનું પાપ લાગે. જ્યારે તે તે કર્મયોગે કરાતી અવિહિત પ્રવૃત્તિ પણ યતનાપૂર્વક કરવામાં આવે તો તે નિર્જરા કરાવી આવે. યતના એ સાધુધર્મનો પ્રાણ છે, આ પ્રાણની રક્ષા માટે ઉપકરણના કારણે, શરીર વગેરેના કારણે જીવહત્યા થઈ ન જાય તે માટે અપ્રમત્તપણે જીવવું જરૂરી છે. અનાદિકાળની ટેવોને બાજુ પર મૂકીએ અને વર્તમાનમાં પ્રવૃત્તિ ઉપર કાપ મૂકીએ તો યતનાપૂર્વક જીવન જીવી શકાય.
ભગવાનની આજ્ઞા મુજબની પ્રવૃત્તિ પણ ભગવાનની આજ્ઞાના અનુસારે કરી શકાતી ન હોય તો તે યતનાના અભાવે. યતના જો આપણી પાસે હોય તો આપણે ભગવાનની આજ્ઞાને અનુસર્યા વિના ન રહીએ. ભગવાને જે ક્રિયામાં જે રીતે વર્તવાનું કહ્યું હોય તે, તે વખતની યતના છે. યતના દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે છે. એક ઇર્યાસમિતિમાં યતના વિચારીએ તો, રસ્તામાં ત્રસ કે સ્થાવર જીવરૂપ દ્રવ્ય હણાય નહિ એ રીતે ચાલવું તે દ્રવ્યયતના. ક્ષેત્રથી યતના વિચારીએ તો સ્થળ ઉપર જેવી રીતે ચાલીએ એ રીતે જળમાં ન ચલાય. સાધુભગવંત જ્યારે નદી ઊતરે ત્યારે એક પગ પાણીમાં હોય અને બીજો પગ પાણીમાંથી ઊંચો કરી તે નીતરે પછી પાણીમાં મૂકે, એ જ રીતે બીજો પગ પણ ઊંચો કરીને મૂકે. તમે સાઇકલનું પેડલ જે રીતે મારો તે રીતે. ત્યાં જેમ બે પેડલ સાથે ન મારો, વારાફરતી મારો, તેમ અહીં પણ વારાફરતી એક પગ પાણીમાં અને બીજો ઊંચો કરીને પછી ચાલે. પાણી વિલોડીને ન ચાલે.
સ સમય ઘણો લાગે !
આમે ય તમને ખાવા-પીવામાં, વાતો કરવામાં, સંસારનાં કામો કરવામાં સમય ઘણો લાગે જ છે છતાં તમે મજેથી એ કામો કરો છો ને ? તો અહીં શું વાંધો આવે ? ભગવાનની આજ્ઞાની આરાધનામાં જેટલો વધારે સમય જાય તેટલું સારું જ છે ને ? ક્રિકેટમેચ જેટલી લાંબી ચાલે એટલું સારું ને ? વહેલી પૂરી થાય તો મજા ન આવે ને ? અનર્થદંડમાં જેટલો સમય જાય તે ગમે અને આજ્ઞા માટે જો સમય જાય તો ન ગમે. આવાઓ યતના પાળી ન શકે. કાળથી યતના એટલે દિવસે જે રીતે ચાલીએ તે રીતે રાત્રે ન ચલાય. ભાવથી જીવને બચાવવાનો ભાવ હોવો જોઈએ, આપણને વાગી ન જાય એ ભાવ ન જોઈએ.
(૧૨૩)
Page #64
--------------------------------------------------------------------------
________________
કાંકરા વગેરે વાગી ન જાય તે માટે યતના પળાય તે ભાવયતના નથી. કોઈ પણ જીવની વિરાધના ન થાય એવા ઉપયોગથી ચાલવું તે ભાવયતના ઉપયોગપૂર્વક ચાલવા છતાં સહસાત્કારે કોઈ જીવ પગ નીચે આવી જાય તેવા વખતે દ્રવ્યથી અયતના થઈ હોવા છતાં ભાવયતના જળવાઈ રહે છે. આથી જ દાનબત્રીસી વગેરે ગ્રંથમાં જણાવ્યું છે કે – અધ્યાત્મની વિશુદ્ધિથી યુક્ત એવા આત્માની જે કાંઈ વિરાધના થાય છે તે નિર્જરાસ્વરૂપ ફળવાળી છે. આથી જ શાસ્ત્રકારો જણાવે છે કે યતનાના કારણે અશુદ્ધ અનુષ્ઠાન પણ શુદ્ધ બની જાય છે. સમકિતીને પણ જે અલ્પબંધ કહ્યો છે તે નિર્ધ્વસ પરિણામના અભાવસ્વરૂપ યતનાના કારણે જ જણાવ્યો છે. આપણે ત્યાં દયા પાળવાની જણાવી છે તે આપણા પરિણામ નિર્ધ્વસ ન બને તે માટે જ જણાવી છે. બાકી કોઈ જીવને બચાવવો એ આપણા હાથની વાત નથી. તેથી જ કોઈને જીવિતદાન આપવું તે અહિંસા ધર્મ નથી. કારણ કે દરેક જીવો પોતાનું આયુષ્ય પૂર્ણ થયે મરવાના જ છે. લોકોનું જીવન તેમના આયુષ્યકર્મને આભારી છે. કોઈનું આયુષ્ય આપણે આપી શકવાના કે વધારી શકવાના નથી. આપણે કદાચ ન મારીએ તોપણ બીજાના કારણે એ જીવો હણાય તો ય આપણે બચાવી ન શકીએ. આમ છતાં આપણા પરિણામ નિર્બસ ન બને તે માટે જીવોની રક્ષા માટે શક્ય પ્રયત્ન કરવાનો છે. જીવ મરવાના કારણે આપણને નુકસાન થાય છે કે જીવ બચવાના કારણે આપણને લાભ થાય છે એવું નથી. આપણને લાભ કે નુકસાન આપણા પરિણામના કારણે થાય છે. જીવહિંસા વખતે આપણા પરિણામ નિર્ધ્વસ હોય, જીવરક્ષાની ઉપેક્ષા હોય તો આપણને વિરાધનાનું પાપ લાગે. એ વખતે પણ પરિણામ કુણા હોય, જીવની યતનાનો પરિણામ હોય તો નિર્જરા થાય. અને જીવની હિંસા ન થઈ હોય ત્યારે પણ યતનાનો ઉપયોગ હોય તો જ નિર્જરા થાય, બાકી તે વખતે પણ જો યતનાનો પરિણામ ન હોય તો હિંસાનું પાપ લાગવાનું જ. ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે. અને સમ્યગ્દર્શનનું લક્ષણ અનુકંપા છે. જીવને બચાવવો એ અનુકંપા નથી, જીવને મારવા નહિ, તેમને પીડા આપવી નહિ એ ખરી અનુકંપા છે. જ્યાં સુધી દરેક જીવોને અભયદાન આપવા સ્વરૂપ અનુકંપા સુધી પહોંચી ન શકાય ત્યાં સુધી આપણા પરિણામ નિર્ધ્વસ ન બને, કૂણા રહે તે માટે શક્ય પ્રયત્ન જીવ બચાવવાની પ્રવૃત્તિ પણ કરવી. એક વાર આચાર્યભગવંતને લોકોએ પૂછેલું
(૨૪) =
કે ‘કતલખાનામાંથી જીવ છોડાવીએ તોપણ તેમને પાછા પકડી લાવે છે તો પછી શું કરવું ?' ત્યારે આચાર્યભગવંતે કહ્યું હતું કે બે મિનિટ માટે પણ જીવોને છૂટા કરીએ અને એટલા પૂરતો તેમને જે છૂટકારાનો અનુભવ થાય તેમાં પણ લાભ જ છે. કારણ કે એ પ્રવૃત્તિમાં જીવની રક્ષા કદાચ ન થઈ શકે તોપણ આપણી ભાવનાને લઈને આપણા પરિણામની રક્ષા ચોક્કસ થાય છે.
ચોથા ગુણઠાણાની અનુકંપા પાંચમે ગુણઠાણે લઈ જાય અને પાંચમાની અનુકંપા છઠે લઈ જાય, તો જ એ અનુકંપા સાચી કહેવાય. પાંચમે જવાનો પ્રયત્ન કરે તેનું ચોથું ટકે, છ જેવા પ્રયત્ન કરે તેનું પાંચમું ટોકે, ઉત્તરોત્તર ગુણ પામવા માટે પ્રયત્ન કરે તેની વર્તમાન ગુણની સ્થિરતા હણાય નહિ. આ યતના-અધિકારમાં પૃથ્વી આદિ સાથે કેવી રીતે વર્તવું તે જણાવેલું છે. કોઈ પણ જીવને દુ:ખ નથી આપવું - આ પરિણામ હશે તો જ સાધુપણું પાળી શકાશે. અહીં પૃથ્વીકાયાદિની સાથે જે રીતે વર્તવાનું જણાવ્યું છે - તેવું જીવન અશક્ય નથી. આપણે કરવું ન હોય તેથી ‘વર્તમાનમાં આ શક્ય નથી એવું કહીએ' એ જુદી વાત. બાકી કરવું હોય તો આજે પણ શક્ય છે. બિનજરૂરી પ્રવૃત્તિ ઓછી કરી નાંખીએ તો આજે પણ યતના પાળી શકાય એવી છે. વર્તમાનમાં બિનજરૂરી પ્રવૃત્તિઓ વધી ગઈ છે તેથી યતના સચવાતી નથી. તમારે ત્યાં પણ ઘણું કામ ભેગું થાય એટલે વેઠ ઉતારવાની શરૂઆત થાય ને ? તેમ અમારે ત્યાં પણ ઉપધિ વધી, ઉપકરણો વધ્યાં, બાહ્ય પ્રવૃત્તિ વધી તેથી પડિલેહણાદિ ક્રિયામાંથી, બોલવા-ચાલવાની ક્રિયામાંથી યતના ચાલવા માંડી છે. પહેલાના સાધુઓ તો દરેક વડીલની પડિલેહણ કરતા હતા છતાં યતનાપૂર્વક કરતા હતા. આજે તો માત્ર પોતાની જ ઉપધિ પલેવવાની હોય છતાં જ્યણા પળાતી નથી. કારણ કે બીજી ત્રીજી પ્રવૃત્તિઓ વધતી ચાલી છે. તેના કારણે સંયમ દુરારાધ્ય બનવા લાગ્યું છે. આ બધી વાત સાધુ મહાત્માની નિંદા માટે નથી. આ જયણાનો અધિકાર એટલા માટે સમજાવવો છે કે – ‘ો. સાધુભગવંતો પણ જયણાપૂર્વક ન વર્તે તો તેમની સાધુક્રિયાથી તેમને અનુબંધહિંસા લાગી શકતી હોય તો મારી આસક્તિપૂર્વકની આ આરંભાદિની પ્રવૃત્તિથી મારું શું થશે ?' આટલો વિચાર તમે કરતા થાઓ. એક વસ્તુ કાયમ યાદ રાખવી કે ભગવાન અશક્ય વસ્તુનો ઉપદેશ આપે જ નહિ. આપણે અભ્યાસ પાડીએ, ટેવ પાડીએ, પ્રવૃત્તિ ઓછી કરીએ તો ભગવાનનો ધર્મ આરાધી શકાય એવો છે.
(૧૨૫)
Page #65
--------------------------------------------------------------------------
________________
वा न आलिहिज्जा न विलिहिजा न घट्टिजा न भिंदिजा अन्नं न आलिहाविजा न विलिहाविजा न घट्टाविजा न भिंदाविजा अन्नं आलिहंतं वा विलिहतं वा घट्टतं वा भिदंतं वा न समणुजाणेजा जावजीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि १ ।। (सूत्र-१०)
સ0 શાસનનાં કામ વધ્યાં...
શાસનની આરાધના કરવી એ જ શાસનનું મોટું કામ છે. શાસનને આપણી જરૂર નથી, આપણને શાસનની જરૂર છે. ગણધર ભગવંતો મહાપ્રભાવક હતા છતાં બીજાં પ્રભાવનાનાં કાર્યો કરવાના બદલે વાચના આપવાનું કામ કરતા હતા.
જ્યાં ભગવાનનું શાસન- ભગવાનની આજ્ઞા - જ સચવાઈ ન હોય ત્યાં શાસનપ્રભાવના કઈ રીતે થાય. લોકોના હૈયા સુધી ભગવાનની આજ્ઞા પહોંચાડવી તેનું નામ શાસનપ્રભાવના. આરાધનાના ભોગે કોઈ પ્રભાવના કરાય નહિ.
સ૦ લાભાલાભ જોઈને કામ કરવાનું.
થોડા લાભ માટે ઘણો અલાભ વહોરી લેવો તેને લાભાલાભ ન કહેવાય. જેમાં ઓછી મહેનતે ઘણી નિર્જરા થાય ત્યાં લાભાલાભ કહેવાય. જેમાં ભગવાનની આજ્ઞા ન હોય તેમાં લાભાલાભનો વિચાર કરવાનો હોય જ નહિ. તમે પણ લાભાલાભનો વિચાર ધંધામાં કરો કે ચોરીમાં ? ચોરીમાં તો અલાભ જ છે. જેમાં ગણનાપાત્ર લાભ થાય તેમાં અલાભ નભાવવો પડે તે લાભાલાભ. જ્યાં લાભનો સંભવ નિશ્ચિત ન હોય અને અલાભ નિશ્ચિત હોય તેવી પ્રવૃત્તિમાં હાથ ન નાંખવો. લોકોને પ્રભાવનાના કારણે લાભ થાય કે ન થાય, આપણે આરાધનાના ભોગે પ્રભાવના કરી તેમાં આપણને નુકસાન ચોક્કસ છે. તેથી જ દરેક પ્રવૃત્તિમાં ભગવાનની આજ્ઞાનો વિચાર કરીને જ આગળ વધવું. તમારા ગૃહસ્થપણાના ધર્મથી પુણ્યબંધ થાય, પણ સાથે ચારિત્રમોહનીયની નિર્જરા ન થાય તો તેનો કોઈ અર્થ નથી. શ્રાવકને ગૃહસ્થપણાના ધર્મથી દેવલોક મળે એનો આનંદ ન હોય, સર્વવિરતિ ન મળ્યાનું દુ:ખ હોય. કર્મના યોગે શ્રાવકને ગૃહસ્થપણામાં રહેવું પડે તો પણ તેને સાધુપણામાં લાભ દેખાય ને ગૃહસ્થપણામાં અલાભ દેખાય. આથી જ કર્મયોગે પળાતું આવું ગૃહસ્થપણું નભાવાય, કારણ કે તેમાં ચારિત્રમોહનીયની નિર્જરા થાય. જ્યારે ઇચ્છા મુજબનું સાધુપણું ન નભાવાય, કારણ કે તેમાં ચારિત્રમોહનીય કર્મ બંધાય છે.
से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे दिआ वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से पुढविं वा भित्तिं वा सिलं वा लेलुं वा ससरक्खं वा कार्य ससरक्खं वा वत्थं हत्थेण वा पाएण वा कट्टेण वा किलिंचेण वा अंगुलियाए वा सिलागाए वा सिलागहत्थेण
હર ૬) -
જે સત્તર પ્રકારના સંયમથી યુક્ત હોવાથી સંયત છે, વિવિધ (બાર) પ્રકારના તપમાં રત હોવાથી વિરત છે અને જેણે જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોને પ્રતિહત તથા પ્રત્યાખ્યાત કર્યા છે તેવા ભિક્ષુ અર્થાત્ સાધુ કે ભિક્ષુકી અર્થાત્ સાધ્વી દિવસે કે રાત્રે, કોઈ વાર કારણસર એકલા હોય ત્યારે અથવા તો સાધુની પર્ષદા વચ્ચે રહેલા હોય ત્યારે, રાત્રે સૂતા કે દિવસે જાગતા હોય ત્યારે ઢેફા-કાંકરારહિત પૃથ્વીને, (ભિત્તિ) નદીના કાંઠા-તટને, પથ્થરની શિલાને, માટીના ઢેફાને, અરણ્યની સચિત્તરજથી ખરડાયેલી કાયાને અથવા વસ્ત્રને (ઉપલક્ષણથી પાત્ર વગેરે કોઈ પણ ઉપકરણને) હાથ વડે, પગ વડે, કાષ્ઠ વડે, ક્ષુદ્ર કાષ્ઠ વડે, આંગળીથી કે સળીથી, અનેક સળીના સમુદાય રૂપ હાથા વડે સ્વયં આલેખન કરે નહિ અર્થાત્ થોડું અથવા એક વાર ખો-ખોતરે નહિ, તેમ જ વિલેખન કરે નહિ અર્થાત્ વધારે અથવા વારંવાર ખો-ખોતરે નહિ, તેનો સંઘટ્ટો ન કરે અથદ્ર તેને હલાવે-ચલાવે નહિ, તેને ભેદે નહિ. તે જ રીતે બીજા પાસે આલેખન, વિલેખન, સંઘટ્ટન કે ભેદન કરાવે નહિ તેમ જ કોઈ પોતાની જાતે જ આલેખન, વિલેખન, સંઘટ્ટન કે ભેદન કરતો હોય તેને અનુમોદે નહિ. જ્યાં સુધી જીવું ત્યાં સુધી આવા પ્રકારના આલેખનાદિને ત્રિવિધ ત્રિવિધ મનથી વચનથી કે કાયાથી હું કરીશ નહિ, કરાવીરા નહિ અને કરતાને અનુમોદીશ પણ નહિ. ભૂતકાળમાં મેં જે કાંઈ આ રીતે પૃથ્વી વગેરેનું આલેખનાદિ કર્યું હોય તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું. આપની સમક્ષ ગહ કરું છું અને તે પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવું છું.
આ પ્રમાણે પૃથ્વીકાયની યતના જણાવી. અહીં સાધુભગવંતને ભિક્ષ તરીકે ઓળખાવ્યા છે. આરંભનો પરિત્યાગ કરવાપૂર્વક પોતાની ધર્મકાય(ધર્મ માટેની કાય)ના પાલન માટે યાચના કરવાના સ્વભાવવાળો જે હોય તેને ભિક્ષ કહેવાય. સાધુભગવંત કોઈની પણ પાસે યાચના ક્યાં વિના આહારાદિ ગ્રહણ ન કરે. ભિક્ષ શબ્દનો અર્થ
(૧૭)
Page #66
--------------------------------------------------------------------------
________________
‘ભીખ માંગનારઆવો થાય છે. પરંતુ ભિખારી અને ભિક્ષમાં ફરક છે. જાતે રાંધવું નહિ પરંતુ માંગીને લેવું - એટલા જ અંશમાં બેમાં સામ્ય છે, બાકી ભિખારી આરંભનો પરિત્યાગ કરનારો નથી અને તેની કાયા અધર્મમાં જ વપરાતી હોવાથી તે અધર્મકાયના પાલન માટે માંગે છે - તેથી સાધુનું ભિક્ષપણે ભિખારી કરતાં જુદું છે. સાધુ ભગવંત એક ટંકનું ભોજન લીધા પછી બીજા ટંકનું ભેગું કરીને રાખી ન મૂકે. જે પેટમાં પડ્યું હોય તે જ તેમનું ભોજન હોય, એ સિવાયનું બીજું પાસે ન હોય. શાસ્ત્રમાં સાધુને કુક્ષિસંબલ કહ્યા છે. તેમની કુક્ષિમાં જે પડ્યું હોય તે જ તેમનું સંબલ (ભાથું) કહેવાય. પોતાની જીવનજરૂરિયાત માટે એક પણ વસ્તુનું ઉત્પાદન કરે નહિ, ખરીદીને લે નહિ, કાપીને લે નહિ : ભ્રમરાની જેમ અનિયતપણે ગૃહસ્થના ઘરમાંથી થોડું થોડું યાચીને જે મળે તેનાથી જ નિર્વાહ કરે તેનું નામ ભિક્ષ. સાધુભગવંતને ઓછું આવ્યું હોય તો ચલાવી લે અને વધુ આવ્યું હોય તો ખપાવી દે, પરઠવે નહિ. વર્તમાનમાં સામુદાયિક ગોચરીવ્યવહાર ચાલે છે. પરંતુ તેમાં પણ આ નિયમનું પાલન થાય છે. અમારા આચાર્યભગવંત કહેતા હતા કે માંડલીનો વધારાનો આહાર ખપાવવામાં-વાપરવામાં આવે તો તે નડે નહિ અને ઇચ્છા મુજબનું ભોજન માક્સરનું હોય તો ય નડ્યા વિના ન રહે. ધર્મ પુરુષપ્રધાન હોવાથી અહીં ભિક્ષુનાં વિશેષણો આગળ જણાવ્યાં છે, પરંતુ તે સાધ્વી માટે પણ સમજી લેવાં - તે જણાવવા માટે fમવર_off પદ આપ્યું છે.
આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યા પછી અને પૃથ્વીકાયાદિમાં પણ આપણા જેવું જ જીવત્વ છે - એવું માન્યા પછી વિરાધનાથી બચવાનો પરિણામ જાગ્યા વિના ન રહે તેથી આ યતનાનો અધિકાર શરૂ કર્યો છે. દુ:ખ કોઈને જોઈતું નથી અને દુ:ખ કોઈને આપ્યા વિના રહી શકાતું નથી માટે જ આ સંસારમાંથી નીકળી જવું છે. અવિરત સમકિતીને સંસારમાં રહેવું પડે તો ય તે શક્તિ ન હોય ત્યાં સુધી જ રહે. જીવના બધા ભેદ સમજે, દરેકનું અસ્તિત્વ ક્યાં, કેવા પ્રકારનું છે એ જાણે તે કેટલો સાવધ અને કેટલો વિચારશીલ બને ? અગ્નિ ક્યાં કેટલો વ્યાપેલો છે – એનો ખ્યાલ જેને હોય તે માણસ કેવી રીતે રહેતો હોય ? બળતા ઘરમાંથી જ્યાં સુધી નીકળાય નહિ ત્યાં સુધી પણ ઝાળ ન લાગી જાય તે માટે સાવચેત હોય ને ? વિરાધના અનંતદુ:ખને જન્માવનારી બને છે આથી તે વિરાધનાથી બચવા પ્રયત્નશીલ રહેવું છે. આ યતના કેવા પ્રકારનો સાધુ કરી શકે તે જણાવવા માટે સાધુ-ભિક્ષુનાં ત્રણ
૨૮) -
વિશેષણ જણાવ્યાં છે. તેમાં પહેલું વિશેષણ છે “સંયત'. સંયત એટલે સત્તર પ્રકારના સંયમથી યુક્ત. સંયમના આમ તો અનેક પ્રકાર છે છતાં એક જ ભેદ યાદ રાખવો કે ભગવાનની આજ્ઞા પાળવી તેનું જ નામ સંયમ. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ભગવાનની આજ્ઞા પાળવી તેનું નામ સંયમ. શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાથી વિરુદ્ધ એવાં દ્રવ્યાદિ સેવવાં તેનું નામ અસંયમ. ભગવાન જે દ્રવ્ય લેવાની ના પાડે, જે ક્ષેત્રમાં રહેવાની ના પાડે, જે કાળમાં કરવાની ના પાડે અને જે ભાવમાં રમવાની ના પાડે તેને જે સેવે તેનું નામ અસંયત. માત્ર ‘જીવની વિરાધના કરે તે અસંમત' એવું નથી. ભગવાનની આજ્ઞાની વિરાધના કરે તે અસંયત અને આજ્ઞાની વિરાધના ન કરે તે સંયત, આ રીતે સાધુભગવંત વર્તમાનકાળના પાપથી વિરામ પામેલા હોવાથી સંયત કહેવાય છે અને ભૂતકાળનાં પાપનો ક્ષય કરવા માટે વિવિધ - બાર પ્રકારના તપમાં રત હોવાથી વિરત કહેવાય છે. તેમ જ ભવિષ્યમાં પાપ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હોવાથી તેઓ પ્રતિહાપ્રત્યાખ્યાતાપકમાં કહેવાય છે. અહીં જણાવ્યું છે કે જ્ઞાનાવરણીયાદિ પાપકર્મની સ્થિતિનો હ્રાસ થવાથી ગ્રંથિદેશે આવી ગ્રંથિને ઓળખી ગ્રંથિનો ભેદ કરવા દ્વારા એ કર્મની સ્થિતિને હણી નાંખી હોવાથી તે કર્મ પ્રતિહત ગણાય છે અને હવે મિથ્યાત્વની ગ્રંથિસ્વરૂપ હેતુના અભાવે ફરી તે કર્મસ્થિતિ વૃદ્ધિ પામવાની ન હોવાથી તે કર્મ પ્રત્યાખ્યાત ગણાય છે. આ રીતે જેણે જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોને પ્રતિહત અને પ્રત્યાખ્યાત કર્યો છે, તેને પ્રતિતપ્રત્યાખ્યાતપાપકમાં કહેવાય છે. જે દીક્ષા લે તેનાં જ્ઞાનાવરણીયાદિ પાપકર્મો લઘુ થવા માંડે, હણાવા માંડે છે - એમ સાંભળી આનંદ થાય ને ?
સવ માપતુષમુનિને બાર વરસ સુધી જ્ઞાનાવરણીયકર્મનો ઉદય હતો ને ?
પરંતુ બાર વરસના અંતે જ્ઞાનાવરણીય કર્મ ખપી ગયું - એ યાદ ન રહ્યું. જે ભણે તેને જ્ઞાનાવરણીયનો ઉદય નડતરરૂપ લાગે. જે ભણે જ નહિ તેને જ્ઞાનાવરણીયનો ઉદય હોય તોય નડે ક્યાંથી ? તેમની સ્થિતિ તો બાર વરસની હતી, આપણી તો ભવોભવની સ્થિતિ છે ને ? કર્મસ્થિતિ લઘુ તેને કહેવાય કે જે અંતની નજીક હોય. જેનો અંત દૂર હોય તેને કર્મસ્થિતિની લઘુતા ન કહેવાય. તેમનું કર્મ તો એ જ ભવમાં ખપી ગયું. તમને એવી ખાતરી છે કે આ ભવમાં જ મારું કર્મ ખપે એવું છે ? ચારિત્રમોહનીયકર્મ કે મિથ્યાત્વમોહનીયકર્મ આ
(૧૨૯)
Page #67
--------------------------------------------------------------------------
________________
ભવમાં ખપે એવું છે અને તેના યોગે ક્ષયોપશમભાવનું સમ્યકત્વ તથા ચારિત્ર અહીં પામી શકાય એવું છે, તો તેના માટે પુરુષાર્થ કરવો છે ? એક વાર ચારિત્રમોહનીયનો ક્ષયપામ પેદા કરીએ તો પછી જ્ઞાનાવરણીયકર્મ વગેરેની દીર્ઘસ્થિતિ નહિ બંધાય. આપણે ડબલ ગ્રેજ્યુએટ થયા હોઈએ છતાં આપણું જ્ઞાનાવરણીયકર્મ ભારે છે અને માપતુષમુનિને મા તુજ બોલતાં પણ આવડતું ન હતું છતાં તેમનું કર્મ લધુ હતું. જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ગમે તેટલો સારો હોય પણ તે મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમને લાવી ન આપે, આગળ વધીને ચારિત્રમોહનીયના ક્ષયોપશમને લાવી ન આપે તો તેની કોઈ કિંમત નથી.
અહીં એટલું યાદ રાખવું કે ‘પ્રતિહપ્રત્યાખ્યાતપાપકમાં' આ વિશેષણમાં પાપકર્મ તરીકે જ્ઞાનાવરણીયાદિ ઘાતિ કર્મો બતાવ્યાં છે; અશાતાવેદનીય, અપયશનામકર્મ, અનાદેયનામકર્મ, દુર્ભાગ્યનામકર્મ વગેરે અઘાતીકર્મોને પાપકર્મ તરીકે નથી જણાવ્યાં. કારણ કે જે આત્માના ગુણોનો ઘાત કરે તેને પાપ કહેવાય. અશાતા વગેરે પાપકર્મો હોવા છતાં તે આત્માના મૂળ ગુણોનો ઘાત નથી કરતાં. તેથી અશાતા ગમે તેટલી આવે તો ભોગવી લેવી છે, તેને કાઢવા પ્રયત્ન કરવો નથી. જે કાંઈ પ્રયત્ન કરવો છે તે જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મોને કાઢવા માટે જ કરવો છે. અનંતજ્ઞાનનો ધણી એવો આત્મા હોવા છતાં કર્મ બતાવે એટલું જ જાણવા મળે એ પ્રભાવ જ્ઞાનાવરણીયકર્મનો છે, તેથી એ કર્મ તોડવું છે; તેના માટે ભણવું છે. ચઢે કે ન ચઢે, ભણ્યા વિના નથી રહેવું. ભણવા છતાં ન આવડે એ બને પણ કર્મ તો તૂટે જ. અશાતાને કાઢવાનું મન થાય તો પણ તેનો ઉપાય એક જ છે કે આવેલી અશાતાને ભોગવી લેવી, તેને હડસેલો ન મારવો. દુ:ખ ભોગવતી વખતે પણ ન છૂટકે દીનતાથી ભોગવીશું તો નવું દુ:ખ ઊભું થવાનું જ. તેના બદલે સંસાર કાઢવાની ભાવનાથી દુ:ખ ભોગવીએ તો અશાતાની સાથે બાકીનાં જ્ઞાનાવરણીયાદિ કર્મો પણ નાશ પામે છે. આથી જ અશાતા ભોગવતી વખતે માત્ર કર્મનિર્જરાનો ઉદ્દેશ રાખવો છે. ઘાતિકર્મના ક્ષયનો ઉદ્દેશ ન હોય તેનું અનુષ્ઠાન સંમૂર્ણિમ છે - એમ માનવું પડે. આવું અનુષ્ઠાન અનનુષ્ઠાનમાં જવાનું. સંસારના સુખ માટે ધર્મ કરવો એ વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાન કહેવાય : આ તો ગળથૂથીમાંથી આચાર્યભગવંતે શીખવ્યું છે. જ્યારે સર્વવિરતિ ઘાતિકર્મના ય માટે જ છે - એ ઘૂંટવાનું બાકી છે ને ?
૧૩૦) =
સ૦ સાહેબે ત્રિપદી પણ ઘૂંટાવી છે.
સાહેબે ત્રિપદી ઘૂંટાવી ખરી, પણ તમે એ ત્રિપદી તમને ફાવે એ રીતે ઘૂંટી. આચાર્યભગવંતના આશયને અનુરૂપ ન ઘૂંટી. આચાર્યભગવંત તો સંસાર છોડીને મોક્ષ મેળવવા માટે દીક્ષા લઈને બેઠા હતા. આથી તમને સમજાવવા માટે કહ્યું હતું કે ‘છોડવા જેવો સંસાર, લેવા જેવું સંયમ અને મેળવવા જેવો મોક્ષ.” પરંતુ તમે પણ તેઓશ્રીના વચનનો અનુવાદ કરીને ઊભા થઈ ગયા. તમારે તો આચાર્યભગવંતના વચનનો મર્મ સમજીને એમ બોલવાનું હતું કે – ‘સંસાર છોડવો છે, સંયમ લેવું છે ને મોક્ષ મેળવવો છે.' આચાર્યભગવંતે તમને યોગ્ય સમજીને ત્રિપદી આપી, પરંતુ તમે એના મર્મને સમજ્યા નહિ. આથી આટલી સ્પષ્ટતા કરવી પડે છે. બાકી એમાં સુધારો-વધારો કરવા જેવું કશું નથી. કોઈ તમને કહે કે ‘અમુક વસ્તુ ખાવા જેવી છે કે પીવા જેવી છે' તો તમે એનો અનુવાદ કરો કે ‘ખાવું છે, પીવું છે' એમ કહો ? રોગ થયા પછી ‘દવા કરવા જેવી છે' કહો કે ‘દવા કરવી છે' - એમ કહો ? ત્યાં જેવો પરિણામ છે - એવો અહીં નથી જાગ્યો માટે આટલું ઘૂંટાવવું છે કે મોક્ષ મેળવવા માટે સંસાર છોડીને સાધુ થયું છે. ઉદ્દેશ્ય વિના કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી. જ્યાં સુધી અસંગાનુષ્ઠાન ન આવે ત્યાં સુધી આટલો ઉદ્ય કેળવી લેવો છે. સાધુપણું કેવળજ્ઞાન માટે લેવાનું છે. કેવળજ્ઞાન માટે ઘાતિકર્મનો ય કરવો પડશે. અને ઘાતિના ક્ષય માટે સાધુપણામાં પરિષહુઉપસર્ગો વેઠવા જ પડશે. આથી અશાતાને ભોગવી લેવાનો આશય કેળવવો છે. એક વાર ઘાતિક મેં ગયાં, પછી અઘાતિની તાકાત નથી કે સંસારમાં રાખે. એક વાર સમ્યગ્દર્શન પામ્યા પછી અર્ધપુદ્ગલપરાવર્તથી વધારે કાળ સંસારમાં રહેવું પડતું નથી, તેમ કેવળજ્ઞાન પામ્યા પછી દેશોનપૂર્વકોટિથી વધુ કાળ સંસારમાં રહેવું પડતું નથી. તેથી સાધુપણાનાં દરેક અનુષ્ઠાનમાં ઘાતિકર્મના ક્ષયનો આશય કેળવી લેવો છે. એના વિનાનું સાધુપણું કામ નહિ લાગે.
સ0 આરાય વગરનો ધર્મ નકામો છે તો પુણ્યાનુબંધી પુણ્યનો આશય રખાય ?
આશય હંમેશા સાધ્યનો રાખવાનો હોય છે. પ્રવૃત્તિ સાધનમાં કરવાની બને, પરંતુ લક્ષ્ય તો સાધ્ય પામવાનું જ હોવું જોઈએ. તેમ અહીં પણ કોઈ પણ ધર્મ ઘાતિકર્મની નિર્જરાના હેતુથી જ કરવાનો છે. માર્ગાનુસારિપણાનો ધર્મ મિથ્યાત્વ
(૧૩૧)
Page #68
--------------------------------------------------------------------------
________________
જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી કર્મના સંચયને રિક્ત કરવા સ્વરૂપ ચારિત્ર કહેવાય. કર્મ ગયા બાદ તો નિજણ સ્થિરતા સ્વરૂપ ચારિત્ર હોય છે. નિશ્ચયનયને આશ્રયીને નિજગુણસ્થિરતા એ જ ચારિત્ર છે.
મોહનીયના ક્ષયોપશમને પ્રાપ્ત કરવા માટે કરવાનો છે. સમ્યકત્વ તથા દેશવિરતિનો ધર્મ ચારિત્રમોહનીયનો યોપશમ પ્રગટાવવા માટે કરવાનો છે. જ્યારે સર્વવિરતિનો ધર્મ ચારિત્રમોહનીયના ક્ષય દ્વારા ચારે ઘાતિકર્મના ક્ષય માટે કરવાનો છે. પુણ્યબંધના આશયથી ધર્મ કરવાનું ક્યાંય જણાવ્યું નથી. જ્યાં સુધી બંધ ચાલુ છે ત્યાં સુધી અનુબંધ બગડે નહિ તે આશયથી કુશલાનુબંધી બનવાની ભાવના ભાવવાનું જણાવ્યું છે. પરંતુ એનો અર્થ એ નથી કે પુણ્યાનુબંધી પુણ્ય બાંધવા માટે ધર્મ કરવો. નિર્જરાસાધક ધર્મની આરાધના માટે જે અનુકૂળ ધર્મસામગ્રી જોઈએ છે એ સામગ્રી આપવાનું કામ તો નિષ્કામભાવે કરેલી ધર્મસાધના જ પુણ્યાનુબંધી પુણ્યબંધ દ્વારા કરે છે. તેથી મોક્ષની ઇચ્છાવાળાએ પુણ્યાનુબંધી પુણ્યના આશયથી ધર્મ કરવાનો નથી. પુણ્યાનુબંધી પુણ્ય પણ પુણ્ય બાંધવાની ઇચ્છાથી બંધાતું નથી. શ્રી શાલિભદ્રજીએ નિષ્કામભાવે ખીર વહોરાવી ત્યારે પુણ્યાનુબંધી પુણ્ય બંધાયું હતું અને તેથી જ તે પુણ્યોદયમાં પણ નિર્લેપ રહી શક્યા હતા. પુણ્યાનુબંધી પુણ્યથી મળનારાં સુખોમાં જે નિર્લેપભાવ જાગે છે તે ભૂતકાળમાં નિષ્કામભાવથી કરેલી આરાધનાનો પ્રભાવ છે. જેમ પાપાનુબંધી પુણ્યના ઉદયમાં પાપ કરવાનું ચાલુ હોવા છતાં સુખ મળે છે તે પાપના કારણે નથી મળ્યું, તેમાં ભૂતકાળનું પુણ્ય કામ કરે છે તેમ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયમાં મળનારી નિર્લેપતામાં ભૂતકાળની આરાધના જ કામ કરે છે. પુણ્ય ઔદયિકભાવનું છે, આરાધના ક્ષયપામભાવની છે. ક્ષયોપશમભાવ ઇચ્છાનો નિરોધ કરવાનું શીખવે છે, ઔદયિકભાવ ઇચ્છાને ઉત્તેજિત કરે છે. ભગવાનને જન્મથી જ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હતો છતાં તે છોડીને સાધુ થયા ને ? પુણ્યાનુબંધી પુણ્ય ભોગવવાજેવું છે માટે ઉપાદેય છે - એવી વાત ક્યાંય કરી નથી. એના ઉદયમાં આસક્તિ થતી નથી એટલાપૂરતું તે નડતું નથી – એમ કહ્યું છે. બાકી તે આસક્તિ વગર પણ સુખ ભોગવવા જેવું નથી - એવું સમજીને પુણ્યાનુબંધી પુષ્યને પણ છોડવા તૈયાર થાય તેને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ પ્રાપ્ત થાય. આથી નક્કી છે કે આશય વગર ધર્મ નથી કરવો, સંસારના સુખના આશયથી ધર્મ નથી કરવો, પુણ્યના આશયથી પણ ધર્મ નથી કરવો, નિર્જરાના હેતુથી ધર્મ કરતા થવું છે. કર્મના સંચયને (રિક્ત) ખાલી કરવો તેને ચારિત્ર કહેવાય છે. આ ચારિત્રધર્મ સુધી પહોંચવા માટે કર્મનિર્જરાના માધ્યમથી જ આગળ વધવું પડશે.
(૧૩૨) =
સવ નિજ ગુણ કયા ?
કર્મના યોગે જે મળે તે પરગુણ, કર્મના વિયોગે જે મળે તે નિજગુણ. તેથી ક્ષયોપશમભાવના બધા ગુણો સામર્થ્યયોગમાં મૂકવા પડે છે. ક્ષયોપશમભાવ કર્મના ઉદય વિના નથી હોતો. કર્મનાં મંદરસનાં દળિયાં ઉદયમાં હોય તેને
યોપશમ કહેવાય છે. આથી જ યોપશમભાવ પણ છેવટે ઔપાધિક (કર્મરૂપ ઉપાધિના કારણે મળનારો) હોવાથી ત્યાજ્યકોટિનો છે. યોપશમભાવમાં આત્મા પર કર્મ લાગેલાં હોય છે, ક્ષાયિકભાવમાં આત્મા ઉપરથી કમ છૂટા પડી ગયેલાં હોય છે. ક્ષાયિકભાવમાં આત્માનો કે કર્મનો, બેમાંથી કોઈનો નાશ નથી થતો, માત્ર તે બેના સંયોગનો નાશ થાય છે. કર્મનાં દળિયાં કાશ્મણવર્ગણાનાં પુદ્ગલોમાં ભળી જાય છે અને આત્મા શુદ્ધ બને છે. આ અવસ્થા સુધી પહોંચવા માટે જ ક્ષયોપશમભાવના ચારિત્રની આરાધના છે. જ્યાં સુધી કર્મો આત્મા ઉપરથી છૂટાં ન પડે ત્યાં સુધી એ કર્મોનો રસ હણી નાંખવો છે અને સ્થિતિ ઘટાડી નાંખવી છે. આથી જ સાધુને પ્રતિહતપ્રત્યાખ્યાતાપકમાં કહ્યા છે. પ્રતિહત એટલે જ્ઞાનાવરણીયાદિ કર્મોની સ્થિતિ વધુ કરવી. એક વાર કર્મોની લઘુતા પ્રાપ્ત કર્યા પછી નવાં પાપનું પચ્ચખ્ખાણ કરવામાં ન આવે તો પાછી એ સ્થિતિ દીર્ઘ થયા વિના નહિ રહેવાની. તેથી કર્મબંધના હેતુઓનું પચ્ચખાણ કરવાનું જણાવવા માટે પ્રત્યાખ્યાતપાપકર્મા વિશેષણ આપ્યું છે. કર્મની લઘુતા મળ્યા પછી જો યોગ્ય પુરુષાર્થ કરવામાં ન આવે તો એ જ લઘુતા કર્મની સ્થિતિને વધારી મૂકવાનું કામ કરે છે. એક વાર આચાર્યભગવંતે કહેલું કે - દુર્ગતિમાં જવાનો મસાલો ખૂટી પડે ત્યારે તે પૂરો કરવા માટે ઘણાઓને મનુષ્યપણું મળતું હોય છે, જૈનધર્મ મળતો હોય છે. કારણ કે મનુષ્યજન્મ પામીને જૈન કુળમાં આવીને જેવી આશાતના કરી શકાય એવી બીજે ન થઈ શકે. આવું ન બને અને આ ભવમાં જે લઘુતા લઈ આવ્યા તે જાળવી લીધી છે તેવું કહી શકાય તેને પ્રત્યાખ્યાતપાપકર્મા કહેવાય. કમેં જે અનુકૂળતા કરી આપી છે તેનો ઉપયોગ કર્મનિર્જરા કરવા માટે
(૧૩)
Page #69
--------------------------------------------------------------------------
________________
ન કરીએ તો ફરી પાછો દીર્ધ સ્થિતિબંધ થવાનો છે. તેથી સાધુભગવંત કાયમ માટે કર્મબંધના હેતુઓનું વર્જન કરવા પ્રયત્નશીલ હોય છે. આવા સાધુ દિવસે કે રાત્રે સૂતા કે જાગતા, એકલા કે સમુદાયમાં પૃથ્વીકાયાદિને હણે, હણાવે કે અનુમોદે નહિ. રાત્રે ઉપયોગપૂર્વક વર્તવાનું અને દિવસે ફાવે તેમ વર્તવાનું - એવું નથી. એ જ રીતે દિવસે મચ્છર વગેરે મરી ન જાય તેની કાળજી રાખે, પણ રાત્રે ઊંઘમાં જીવ મરે તો ચાલે - એવું ય નથી. કોઈ જુએ ત્યારે જયણા પાળે અને જોનાર ન હોય તો જેમ ફાવે તેમ કરે - એવું ય નહિ. ગુર્નાદિક જુએ કે ન જુએ જ્યણા એકસરખી પાળવાની છે. પૃથ્વીકાયના આટલા ભેદ એટલા માટે જણાવ્યા છે કે કોઈ પણ પ્રકારના પૃથ્વીકાયની અજાણપણે પણ વિરાધના થઈ ન જાય. પૃથ્વીની ભેખડો વગેરે સચિત્ત હોય, ત્યાંથી ટૂંકો માર્ગ-નજીકનો માર્ગ જતો હોય, તોપણ સાધુ ત્યાંથી વિહાર કરીને ન જાય. કારણ કે એના કારણે ગામમાં વહેલાં પહોંચાય તોપણ મોક્ષમાં મોડા પહોંચાશે - એટલું યાદ રાખવું. આપણે જાતે જવું નહિ, બીજાને એ માર્ગે જવા કહેવું નહિ અને કોઈ એ માર્ગેથી વહેલા પહોંચી જાય તો ‘આપણે રહી ગયા ને એ પહોંચી ગયા' એવો અનુમોદનાનો ભાવ વ્યક્ત કરવો નહિ. ગામના ઉપાશ્રયાદિની સાફસૂફી શ્રાવકો પોતાની જાતે કરે તોય તેમની અનુમોદના ન કરવી. આવા વખતે શ્રાવકને વિવેકી કહેવો એ સાધુનો અવિવેક છે : એટલું યાદ રાખવું. નાનાં સાધુસાધ્વી મૌન રહે, બિનજરૂરી બોલવાનું ટાળે તો અનુમોદનાના ઘણા પાપથી બચી શકે.
वा आयावंतं वा पयावंतं वा न समणुजाणेजा जावजीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ।। (सूत्र-११)
ઉપર જણાવ્યા પ્રમાણે સંયત, વિરત તેમ જ જેમણે જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોને પ્રતિહત તથા પ્રત્યાખ્યાત કર્યા છે એવાં સાધુ કે સાધ્વી દિવસે કે રાત્રે, એકલા કે પર્ષદામાં, સૂતા કે જાગતા, જમીનમાંથી નીકળનારાં ઝરણાં કૂવા વગેરેના પાણીને, ઠારના કારણે પડનાર ઝાકળને, બરફને, ધુમ્મસને, કરાને, ભૂમિ ભેદીને લીલી વનસ્પતિ ઉપર બાઝેલા પાણીના બિંદુઓને, વરસાદના શુદ્ધ પાણીને તેમ જ આમાંના કોઈ પણ પાણીથી ભીની-નીતરતી કાયાને અથવા એ રીતે ભીનાનીતરતા વસ્ત્રને, નહિ નીતરતા છતાં ભીના એવા શરીરને કે વસ્ત્રને અલ્પ અથવા એક વાર સ્પર્શ ન કરે, જોરથી કે વારંવાર સ્પર્શ ન કરે; અલ્પ કે એકવાર પીડ નહિ, જોરથી કે વારંવાર પીડે નહિ; અલ્પ કે એક વાર સ્ફોટન ન કરે, ઝાટકે નહિ, જોરથી કે વારંવાર ઝાટકે નહિ; અલ્પ કે એક વાર તપાવે નહિ, ઘણું કે ઘણી વાર તપાવે નહિ... આવા પ્રકારની અપ્લાયની વિરાધના જાતે તો કરે જ નહિ, બીજા પાસે પણ આ આઠે પ્રકારની વિરાધના કરાવે નહિ અને જેઓ આવી વિરાધના કરતા હોય તેમને અનુમોદે નહિ. તેથી હું પણ જ્યાં સુધી જીવું ત્યાં સુધી ત્રિવિધેત્રિવિધે એટલે કે મનથી વચનથી કે કાયાથી આવા પ્રકારની વિરાધના કરીશ નહિ, કરાવીશ નહિ, કરતાને અનુમોદીશ નહિ. ભૂતકાળમાં આવું જે કાંઈ પાપ કર્યું છે તેનાથી હે ભગવંત ! હું પાછો ફરું છું, આત્મસાક્ષીએ તેની નિંદા કરું છું, આપની સમક્ષ નહીં કરું છું અને તે પાપથી યુક્ત એવા આત્માને વોસિરાવું છું.
અહીં એ યાદ રાખવું કે કેટલાક લોકો શુદ્ધોદકને જ શુદ્ધ પાણી કહે છે અને બીજા પાણીને અશુદ્ધ તરીકે ગણાવી તે પાણી જિનપૂજામાં ન કલ્પે - એવું જણાવે છે : તે વ્યાજબી નથી. અહીં ‘શુદ્ધ પદ વ્યાવર્તક નથી, અર્થાત્ બીજા જળને અશુદ્ધ જણાવવા માટે નથી, નામમાત્રને જણાવનારું એ પદ . જે અન્ય ભેદમાં સમાતું નથી, જેના પેટાભેદ નથી તે વરસાદનું પાણી કોઇ પેટાલેદવાળું નથી, કેવળ પાણી છે માટે તેને શુદ્ધોદક કહ્યું. બાકી કૂવા, સમુદ્ર, સરોવર, ઝરણા વગેરેના નિર્મળ પાણી પણ પૂજા માટે ખપે છે. આ વાત તો પ્રાસંગિક થઈ. બાકી
(૧૩૫)
પૃથ્વીકાય પછી અખાયની જયણા જણાવી છે.
से भिक्खू वा भिक्खुणी वा संजयविस्यपडिहयपच्चक्खायपावकम्मे दिआ वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से उदगं वा ओसं वा हिमं वा महियं वा करगं वा हरतणुगं वा सुद्धोदगं वा उदउल्लं वा कायं उदउलं वा वत्थं ससिणिद्धं वा कार्य ससिणिद्धं वा वत्थं न आमुसिजा न संफुसिज्जा न आवीलिजा न पवीलिजा न अक्खोडिजा न पक्खोडिज्जा न आयाविजा न पयाविजा अन्नं न आमुसाविजा न संफुसाविजा न आवीलाविज्जा न पवीलाविजा न अक्खोडाविजा न पक्खोडाविज्जा न आयाविजा न पयाविजा अन्नं आमुसंतं वा संफुसंतं वा आवीलतं वा पवीतं वा अक्खोडतं वा पक्खोडतं
s૩૪) =
Page #70
--------------------------------------------------------------------------
________________
યતનાનો અધિકાર કેવી રીતે સમજાવવો ? આજે તો ધર્મ પણ ઉપયોગ વગર કરવાની ટેવ પડી ગઈ છે તેથી રોજના પ્રતિક્રમણમાં પણ કાઉસ્સગ્ન બોલવા પડે છે, તે અવિધિ થાય છે. એના બદલે ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરે તો કાઉસ્સગ્ન બોલવા ન પડે. જેઓ ઉપયોગવાળા છે તેઓ પણ કાઉસ્સગ્ન બોલીને અવિધિ કરે છે. જ્ઞાન અને દર્શન એ આત્માના ગુણો જ છે, પરંતુ એ ગુણમાં ઉપયોગ હોય તો એ કામ લાગે. આજે આપણી પાસે જ્ઞાન હોવા છતાં ઉપયોગ ન હોવાથી સંમૂર્ણિમની જેમ જીવી રહ્યા છીએ ને ? ધર્મ કરવાની લાયકાત કેળવવી હોય તો સૌથી પહેલાં ઉપયોગદશા કેળવવા પ્રયત્ન કરવો છે. આપણે વાતાવરણ સાથે મેળ નથી જમાવવો, આજ્ઞા સાથે મેળ જમાવવો છે. મોક્ષમાં જવા માટે નીકળ્યા છીએ, તેથી કોઈ પણ જાતનો વિલંબ થાય - એવું નથી કરવું. માર્ગમાં જતાં જેમ વાતચીત કરતા ઊભા નથી રહેતા તેમ આરાધના કરતી વખતે વિકથા કરવા નથી બેસવું. એકાગ્રતાપૂર્વક ક્રિયા કરવાનો અભ્યાસ પાડવો છે.
સાધુભગવંત કોઈ પણ પ્રકારના સચિત્તપાણીને કોઈ પણ પ્રકારે વિરાધે નહિ. વરસાદ વગેરેના પાણીથી ભીંજાયેલાં કપડાં તડકામાં કે પવનમાં સૂકવે નહિ.
સ૦ પાકા પાણીમાં ધોયેલાં વસ્ત્રો તો સુકવાય ને ?
અચિત્ત જળમાં ધોયેલાં વસ્ત્રોમાં પણ જૂ પડી હોય તો તડકે ન મુકવાય. પવન ઘણો આવતો હોય, વસ્ત્રો પવનમાં ફરફર થતાં હોય તો ત્યાં ન મુકવાય. કામળીનો કાળ હોય, સંપાતિમ જીવો પડતા હોય તોપણ ખુલ્લામાં ન નંખાય. જયણા પાળવા માટે ઉપયોગ રાખવો – એ જરૂરી છે. અનુપયોગદશામાં તો બધાં કાર્યો સારામાં સારી રીતે પૂરાં થઈ જાય, ઉપયોગપૂર્વક એક પણ કામ કરવું હોય તો કષ્ટ પડે.
આચાર એ વીતરાગપરમાત્માના શાસનમાં પરમકોટિનું સાધન છે. આચારની સ્થિરતા માટે આ સૂત્ર છે. જ્યાં સુધી મોક્ષ પ્રત્યે બહુમાન નહિ જાગે
ત્યાં સુધી આચારમાં સ્થિરતા નહિ આવે. આ યતનાનો અધિકાર પણ આચારની સ્થિરતા માટે શરૂ કર્યો છે. આપણા આત્માનો ગુણ ઉપયોગ છે જ્યારે આજે તો અનુપયોગ એ જ આપણો સ્વભાવ બની ગયો છે : કેવી વિચિત્ર દશા છે ? જે ક્રિયામાં વિવક્ષિત ઉપયોગ ન હોય તે ક્રિયા સારામાં સારી હોવા છતાં તે બધી જ દ્રવ્યક્રિયા ગણાય છે. આપણા ઉપયોગનો નાશ કરનાર કોઈ હોય તો તે આ સંસારના સુખની અત્યંત આસક્તિ અને દુ:ખ ઉપરનો અત્યંત દ્વેષ છે. ઉપયોગપૂર્વક જીવવા માટે સુખના રાગ ઉપર અને દુ:ખના દ્વેષ ઉપર કાપ મૂક્યા વિના નહિ ચાલે. આજે ઇચ્છા મુજબ ઊંઘવા મળે છે માટે ઊંઘ સારી આવે છે, બાકી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ સૂવું હોય તો આટલી ઊંઘ ન આવે. શરીર સંથારાની બહાર જવું ન જોઈએ. રેલવેના પાટિયા ઉપર કેવી રીતે ઊંઘો અને બેડરૂમમાં કેવી રીતે ઊંધો ? બન્નેમાં ફરક પડે ને ?
સવ ત્યાં તો જાગતાં જ સૂતા હોઈએ.
જાગતાં સૂતા રહેવું તે ઉપયોગપૂર્વકની નિદ્રા. સાધુની નિદ્રા પણ ઉપયોગપૂર્વકની હોય, સાધુ ઊંઘમાં પડખું ફેરવે તો ઓઘાથી પૂંજીને પછી ફેરવે. આપણે તો જાગતાં પણ અનુપયોગદશામાં જ જીવતા હોઈએ છીએ ને ? આવાને
સવ મને અમારા વશ નથી આવતું, સ્તવનમાં પણ કહ્યું છે ને ?
તમારે મનને વશ કરવું છે ખરું ? કરવું હોય તો ઉપાય છે. પરંતુ કરવું નથી ને ‘થતું નથી’ની ફરિયાદ કરવી - એ તો માયા છે. તમારા હાથમાં આવાં સ્તવનો કોણે આપ્યાં ? તમને તો એવાં સ્તવન કરાવવાની જરૂર છે કે જેમાં મનને બાંધીને વશ કરવાની વાત આવે. ‘પ્રભુગુણગણ સાંકળશું બાંધ્યું. ચંચળ ચિત્તડું તાણી રે’ આવું પણ મહાપુરુષોએ સ્તવનમાં ગાયું છે - એ યાદ નથી ને ? ચંચળ એવા મનને બાંધવાનું સામર્થ્ય ભગવાનના વચનમાં છે. એ વચન પ્રત્યેના બહુમાનથી એ વચનનું જેટલું અનુસંધાન કરીએ એટલું મન કાબૂમાં રહે. આજ્ઞાના ચોકઠામાંથી બહાર નીકળે નહિ – તેને કોઈ જાતની તકલીફ નથી. આજે મન મોકળું મૂક્યું છે - એટલે જ અનેક જાતની તકલીફો ઊભી થાય છે. મનને વશ કરવાનું આલંબન હોવા છતાં તે સેવવું ન હોય તો મન વશમાં ક્યાંથી આવે ? હાથી, ઘોડા વગેરે પણ અંકુશથી વશ થાય છે. તમારું મન તમારે વશ ન આવતું હોય તો બીજાને (ગુરુને) સોંપી દો. મહાપુરુષો મહાપુરુષ થાય છે તે મનને વશ કરવાથી થાય છે. શાલિભદ્રજીના જીવે પૂર્વભવમાં રોઈને માંગીને મેળવેલી ખીર પણ વહોરાવી દીધી અને વહોરાવ્યા પછી કોઈને કહ્યું નથી, સગી માને પણ
(૧૩૭)
Page #71
--------------------------------------------------------------------------
________________
કહ્યું નથી. મનને કાબૂમાં રાખ્યા વિના આ શક્ય છે ? ખાવાની ઇચ્છા ઉત્કટ હોવા છતાં બધી વહોરાવી દીધી - આ સુપાત્રદાન મન માર્યા વિના થઈ શકે ખરું ? આ તો પાછો વહોરાવ્યા બાદ માને કહેતો પણ નથી, ઉપરથી થાળ ચાટતો બેઠો છે. આપણે તો વગર પૂછુયે આજુબાજુના લોકોને કહીએ ને કે - ‘અમારું ઘર ઉપાશ્રયથી નજીકમાં છે, તદ્દન સામે અને ગ્રાઉન્ડફ્લોર ઉપર જ રહીએ છીએ એટલે કાયમ સાધુસાધ્વીનો લાભ ત્રણે ટાઇમ મળે...' ?! ભરવાડના દીકરામાં જેટલી અક્કલ છે એટલી વાણિયામાં નથી ને ? ખાવાની લાલચ છતાં વહોરાવે અને વહોરાવવા છતાં ન બોલે એ નાનીસૂની લાયકાત નથી. તમને સુપાત્રદાનથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાયું ને નવ્વાણું પેટીઓ મળી - એ યાદ રહ્યું, પણ સુપાત્રદાન વખતે જે ઉદાત્ત આરાય હતો તેના પ્રભાવે ચારિત્ર સુલભ બન્યું અને નિકટમોક્ષગામી બન્યા - એ યાદ ન રહ્યું ને ? કારણ કે તમને પુણ્ય બાંધવામાં રસ છે - ખરું ને ?
સવ રત્નાકર પચીસીમાં મેં પુણ્ય ન કર્યું - એવું આવે છે ને ?
ત્યાં ‘પુણ્ય’ શબ્દ શુભ-કાર્યો, શુભ ક્રિયાઓને જણાવનાર છે. પુણ્ય એટલે પવિત્ર કાર્યો. અત્યાર સુધી પાપ બંધાય એવાં અશુભ કાર્યો જ કર્યો છે, પુણ્ય બંધાય એવાં શુભ કાર્યો કર્યા જ નથી – એવા ભાવને જણાવવાની વાત છે. તેમાં પુણ્યબંધના આશયથી ધર્મ કરવાની વાત જ નથી.
સવ અષ્ટકપ્રકરણમાં પુષ્ય ર્તવ્યમ્ કહ્યું છે ને ?
ત્યાં પણ આ જ અર્થ જણાવ્યો છે. શુભના અનુબંધવાળું પુણ્ય કાયમ માટે કરવું જોઈએ - એમ જણાવ્યા પછી તરત જ એ પુણ્યાનુબંધી પુણ્યબંધ શેનાથી બંધાય છે - એ પણ જણાવ્યું છે. સદા માટે આગમથી વિશુદ્ધ એવા ચિત્ત- અધ્યવસાયના કારણે જ આ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. જેનું ચિત્તરત્ન અસંકલિષ્ટ હોય તેને જ શુભનો અનુબંધ પડે. નિર્જરાનો આશય ચિત્તરત્નને નિર્મળ બનાવે છે અને પુણ્યબંધનો આશય ચિત્તને સંકલિષ્ટ બનાવે છે. સંકલિસ્ટ અધ્યવસાયવાળાને પાપાનુબંધી પુણ્ય બંધાય. તેથી નક્કી છે કે અષ્ટકપ્રકરણકારે પણ પુણ્યબંધના આશયથી ધર્મ કરવાનો ઉપદેશ આપ્યો જ નથી. આથી જ એ અષ્ટકની છેલ્લી ગાથામાં વૈરાગ્ય તથા વિશુદ્ધ શીલવૃત્તિ વગેરે શુભભાવપૂર્વકની
(૩૮) =
શુભક્રિયાઓને જ પુણ્યાનુબંધી પુણ્ય તરીકે જણાવી છે. શાસ્ત્રના અધકચરા અર્થ કરીને પોતાની સ્વકલ્પિત માન્યતાને પુષ્ટ કરવાની વૃત્તિ સારી નથી. જ્યાં સુધી સુખની લાલચ હશે કે પુણ્યબંધની ઇચ્છા પડી હશે ત્યાં સુધી પુણ્યાનુબંધી પુણ્ય બંધાવાનું નથી. નિરાશેસ ભાવ હોય અને કર્મનિર્જરાનું લક્ષ્ય હોય તો જ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. શાસ્ત્રમાં જ્યાં પણ પુણ્યાનુબંધી પુણ્યના ઉપાર્જનની કે કર્તવ્યતાની વાત કરી હોય ત્યાં શાસ્ત્રકારોનું તાત્પર્ય પુણ્યબંધના આશયથી ધર્મ કરાવવાનું નથી પરંતુ શુભાનુબંધના કારણભૂત નિર્મળ-અસંક્લિષ્ટ અધ્યવસાયમાં જ સદા માટે રમવું - એ જણાવવાનું તાત્પર્ય છે. ધર્મ કર્મ બાંધવા માટે નથી કરવાનો, કર્મ છોડવા માટે કરવાનો છે : એ વાત ક્યારે પણ ભૂલવી નહિ. જેમ ધર્મ કરવાથી સંસારનું સુખ મળે છતાં પણ સંસારના સુખ માટે ધર્મ ન કરાય; ધર્મ તો મોક્ષના આશયથી જ કરવાનો છે તેમ ધર્મ શુભ આશયથી કરવામાં આવે તો પુણ્યાનુબંધી પુણ્ય બંધાય, પરંતુ પુણ્યાનુબંધી પુણ્ય બાંધવા માટે ધર્મ નથી કરવાનો, ધર્મ તો નિર્જરાના આશયથી જ કરવાનો છે. જ્યાં સુધી પુણ્યનો બંધ ચાલુ છે ત્યાં સુધી અનુબંધ અશુભનો ન પડે એટલા પૂરતો શુભાનુબંધ ઉપાદેય છે, અને એ શુભાનુબંધ નિર્જરાના અધ્યવસાયને આભારી છે. તેથી સાધકનું લક્ષ્ય નિર્જરાનું હોય, શુભ બંધ કે શુભ અનુબંધનું નહિ.
સવ મનુષ્યપણાથી મોક્ષ મળે તો મનુષ્યપણું ઇચ્છાય ને ?
તમને તો મનુષ્યપણું મળી ગયું છે ! ચાર દુર્લભ અંગોમાંથી એક મળી ગયું, હવે બાકીનાં ત્રણ : શુદ્ધ ધર્મની કૃતિ, શુદ્ધ ધર્મની શ્રદ્ધા અને સંયમમાં વીર્ય જ ઇચ્છવાનાં ને ? મનુષ્યપણાની ઇચ્છા તો દેવો કરે, મનુષ્ય તો સાધુપણાને ઇચ્છે.
સવ આ ભવમાં મોક્ષ નથી મળવાનો તો આવતા ભવમાં મનુષ્યપણું મળે – એવું મંગાય ને ?
અહીંથી સીધા મનુષ્યપણામાં જવા માટે સમ્યત્વ ગુમાવવું પડે છે - એવું જાણવા છતાં આવું શા માટે પૂછો છો ? મનુષ્યપણું માંગવાથી નથી મળતું. સાચવવાથી મળે છે અને મનુષ્યપણું સાચવવા માટે સાધુપણું લેવું પડે. મોક્ષની નજીક જવા
(૧૩૯)
Page #72
--------------------------------------------------------------------------
________________
न उंजेजा न घट्टेज्जा (न भिंदेजा) न उज्जालेजा (न पज्जालेजा) न निव्वावेजा अन्नं न उजावेजा न घट्टावेज्जा (न भिंदावेज्जा) न उज्जालावेज्जा (न पजालावेज्जा) न निव्वावेजा अन्नं उजतं वा घटुंतं वा (भिदंतं वा) उज्जालंतं वा (पज्जालतं वा) निव्वावंतं वा न समणजाणेजा जावजीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ।। (सूत्र-१२)
માટે, કર્મ ખપાવવા માટે અહીં સાધુપણું લે અને આજ્ઞા મુજબ પાળવા માટે પ્રયત્નશીલ રહે તેને તેની સાધનાથી જ વગર માંગ્યે મનુષ્યપણું મળી જ જવાનું છે. તમારે મનુષ્યપણું સાચવવું નથી ને ભવાંતરમાં માંગવું છે - ક્યાંથી મળે ?
શાસ્ત્રોના પદાર્થોનાં રહસ્ય સમજવાનું કામ સહેલું નથી. સુવિહિત ગુરુભગવંત પાસે શાસ્ત્રોનો અભ્યાસ કે શ્રવણ કર્યું હોય અને જિજ્ઞાસા તથા શુશ્રષાભાવથી શ્રવણ કર્યું હોય તો એ ગુરભગવંતમાં એટલી ક્ષમતા છે કે આગમનાં રહસ્યો આપણને સમજાવી દે. અત્યારનો શ્રોતાવર્ગ કે અધ્યેતા(ભણનારો) વર્ગ પૂછે જ એવી રીતે કે ન તો જિજ્ઞાસા દેખાય, ન શુશ્રુષા દેખાય. માત્ર પૂછવાની ઉતાવળ હોય એવું લાગે. વક્તાની વાત સમજવાને બદલે વક્તાની ભૂલ ક્યાં થાય છે - એ જોયા કરે તે જ્ઞાન ન પામી શકે. શ્રોતા જો જિજ્ઞાસા-શુશ્રુષાભાવે સાંભળતો હોય તો વિદ્વાન વક્તા સમજાવતાં કંટાળે નહિ. અમારા પંડિતજી અમને સમજાવતી વખતે જરા પણ કંટાળતા ન હતા. અમે પંડિતજીને કશું પૂછતા ન હતા. કારણ કે પૂછવા પહેલાં સમજવા માટે પ્રયત્ન કરવો પડે. સમજવા માટે પ્રયત્ન કરે તેને મોટે ભાગે શંકા પડે નહિ. ત્રણ વરસ સુધી અમે અમારા પંડિતજી પાસે આ જ રીતે ભણ્યા હતા. શરૂઆતમાં અમને સમજાતું ન હતું, પણ પછી સમજાવા લાગ્યું. પંડિતજીને એમ કે કશું પૂછતા નથી એટલે આમને સમજાતું નહિ હોય.’ પરંતુ તેમણે પૂછેલા પ્રશ્નોના જવાબ જ્યારે આપ્યો ત્યારે તેમને સંતોષ થયો. અમે આચાર્ય ભગવંત પાસે પણ આ રીતે જ ભણ્યા. તેઓશ્રી જે કાંઈ સમજાવે તે ધ્યાનથી સાંભળીએ, પણ કશું પૂછીએ નહિ. આચાર્યભગવંતની ભણાવવાની પદ્ધતિ જ એવી હોય કે જિજ્ઞાસાભાવે સાંભળનારને બધું સમજાઈ જાય અને કશું પૂછવાનું રહે નહિ. આપણે જયણાની વાતમાંથી બીજી વાતમાં ચઢી ગયા, હવે પાછા મૂળ વાત પર આવીએ.
પૃથ્વીકાય અને અપ્લાયની જયણા પછી તેઉકાય અને વાયુકાયની જયણા જણાવી છે :
से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे दिआ वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से अगणि वा इंगालं वा मुम्मुरं वा अच्चि वा जालं वा अलायं वा सुद्धागणि वा उक्कं वा
H૪૦) =
પૂર્વે જણાવ્યા મુજબ સંયત, વિરત તથા જેણે પાપકર્મોને પ્રતિહત- પ્રત્યાખ્યાત કર્યો છે તેવો ભિક્ષ કે તેવી ભિક્ષણી દિવસે કે રાત્રે, એકલો કે પર્ષદામાં રહેલો, સૂતા કે જાગતા; તપાવેલા લોખંડમાં રહેલા અગ્નિને, ધૂમ-જ્વાળારહિત અંગારાને, ભરસાડમાં રહેલા ઝીણા અગ્નિના કણિયાને, અગ્નિથી છૂટી પડેલી જવાળાને, અગ્નિ સાથે સળગતી જવાળાને, ઉંબાડિયાના અગ્નિને, ઇંધનરહિત શુદ્ધ અગ્નિને, આકાશમાંથી પડતા ઉલ્કાના અગ્નિને.. આમાંથી કોઈ પણ પ્રકારના અગ્નિને જાતે સળગાવે નહિ, તેનું સંઘટન કરે નહિ અર્થાત્ તેને હલાવે નહિ (તેને ભેદે નહિ), પવન નાંખીને તેને ઉજ્વાલે નહિ અર્વાદ વધારે નહિ, વારંવાર પ્રદીપ્ત ન કરે કે બુઝાવે નહિ, એ જ રીતે બીજા પાસે પણ ઉંજન, ઘટ્ટન, ભેદન, ઉવાલન, પ્રજ્વાલન કે નિર્વાપન કરાવે નહિ તેમ જ પોતાની મેળે ઉજનાદિની વિરાધના કરનારને અનુમોદે નહિ. જ્યાં સુધી જીવું ત્યાં સુધીની મારી આ પ્રતિજ્ઞા છે કે ત્રિવિધ ત્રિવિધ મનથી, વચનથી, કાયાથી અગ્નિકાયની વિરાધનાને હું કરીશ નહિ, કરાવીશ નહિ, કરતાને સારા પણ નહિ માનું. હે ભગવંત ! ભૂતકાળમાં મેં આવી જે કાંઈ વિરાધના કરી છે તેનાથી હું પાછો ફરે, આત્મસાક્ષીએ તેની નિંદા કરું છું, આપની સમક્ષ રાહ કરું છું અને એ પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવું છું.
અગ્નિકાયની જયણા તો આમે ય આપણે મોટે ભાગે પાળતા હોઈએ છીએ, કારણ કે તે આપણને બાળે છે. આ જયણા અગ્નિ આપણને બાળે નહિ એટલા માટે પાળવાની છે - એવું નથી, આપણે અગ્નિને નડીએ નહિ માટે પાળવાની છે. અહીં પણ શુદ્ધાગ્નિ એટલે શુદ્ધ અગ્નિ છે અને બીજો અગ્નિ અશુદ્ધ છે - એવું નથી. આજે ઘણા કહે છે કે – છાણનો અગ્નિ શુદ્ધ છે તેમાં પાપ ઓછું છે અને વીજળીના અગ્નિમાં પાપ વધારે છે !
(૧૪૧)
Page #73
--------------------------------------------------------------------------
________________
સ૦ એ વાત તો બરાબર છે ને ?
પાપનું માપ પ્રવૃત્તિના આધારે નથી નીકળતું, પરિણામના આધારે કઢાય છે. સમકિતી પાપ ઓછું કરે છે માટે તેને અલ્પબંધ થાય છે એવું નથી, સમકિતીના પરિણામ નિધ્વંસ નથી હોતા તેથી તેને અલ્પબંધ થાય છે એમ કહ્યું છે. પ્રવૃત્તિથી જ પાપ લાગતું હોય તો તંદુલિયો મત્સ્ય સાતમી નરકમાં ન જાય. છાણનો અગ્નિ સળગાવે કે વીજળીનો, જેમાં પરિણામ નિધ્વંસ હશે તેમાં પાપ વધારે લાગવાનું જ છે. સાધુભગવંત નદી ઊતરે તોપણ જયણાપૂર્વક ઊતરતા હોવાથી તેમને પાપ ન લાગે અને તમે પાણી ભરો તો ય પાપ લાગે. પરિણામે બંધ છે એનો અર્થ એ નથી કે પ્રવૃત્તિ ગમે તેમ કરવી. જેના પરિણામ કૂણા હોય તે પ્રવૃત્તિ જયણાપૂર્વક જ કરે. સાધુપણામાં અગ્નિની વિરાધનાનો સંભવ નથી એવું નથી. વિહારાદિમાં પાણીની ઉતાવળ હોય તો ચૂલાનાં લાકડાં ખસેડવાનું કહે કે ગેસ મોટો કરવાનું કહે તો અગ્નિકાયની વિરાધનાનું પાપ લાગવાનું જ. તેમ જ કોઈ જોતું ન હોય તો એકાંતમાં જાતે કરવાનો વિચાર પણ સાધુ ન કરે. આજે ભગવાનના શાસનની છાયા પડી છે તેમ જ વડીલોની શરમ નડે છે તેથી જાતે તો લગભગ સાધુભગવંતો આવું પાપ કરતા નથી; કરાવવાના કે અનુમોદવાના પાપથી બચવાનું કામ કપરું છે. આપણે કહેવું ન પડે અને જાતે જ ગૃહસ્થો આપણા નિમિત્તે અગ્નિની વિરાધના કરે અને તે વખતે ગૃહસ્થો વિવેકી છે એવું બોલીએ કે મનથી માનીએ તોપણ આ વિરાધના લાગવાની. જેટલી પ્રવૃત્તિ ઓછી કરીએ અને જેટલું બોલવાનું ઓછું રાખીએ એટલાં પાપથી બચાય. બિનજરૂરી બોલવાના કારણે કે પ્રવૃત્તિ કરવાના કારણે ઘણાં પાપો બંધાય છે.
હવે વાયુકાયની જયણામાં જણાવે છે કે
सेभिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे दि वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से सिएण वा विहुअणेण वा तालिअंटेण वा पत्तेण वा पत्तभंगेण वा साहाए वा साहाभंगेण वा पिहुणेण वा पिहुणहत्थेण वा चेलेण वा चेलकण्णेण वा हत्थेण वा मुवा प् वा कार्य बाहिरं वावि पुग्गलं न फुमेज्जा न वीएजा अन्नं न फुमावेजा न वीआवेजा
(૪૨) -
अन्नं मतं वा वीतं वा न समणुजाणेजा जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए कारणं न करेमि न कारवेमि करंतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पक्किमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । ( सूत्र - १३ )
સંયત, વિરત અને પ્રતિતપ્રત્યાખ્યાતપાપકર્મા એવો તે ભિક્ષુક કે ભિક્ષણી દિવસે કે રાત્રે, એકલો કે પર્ષદામાં, ઊંઘતા કે જાગતા; ચામર વડે, વીંઝણા વડે, તાલવૃંત (મધ્યમાં છિદ્રસહિત બે પડવાળા પંખા) વડે, પદ્મિની વગેરેના પાંદડા વડે, પાંદડાના ટુકડા વડે, શાખા વડે કે શાખાના ટુકડા વડે, મોર વગેરેના પીંછા વડે કે પીંછાના સમૂહ વડે, વસ્ત્ર વડે કે વસ્ત્રના છેડા વડે, હાથ વડે, મુખ વડે, પોતાના શરીરને અથવા બહારના કોઈ પણ પદાર્થને (ગરમ ભાત વગેરેને) પોતે ફૂંકે નહિ (ફૂંક મારે નહિ) કે વીંઝે નહિ (પવન નાંખે નહિ) બીજા દ્વારા ફૂંકાવે નહિ કે વીંઝાવે નહિ તથા પોતાની જાતે ફૂંકતા અથવા વીંઝતા એવા બીજાને સારા માને નહિ. તેથી જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી ત્રિવિધે ત્રિવિધે એટલે કે મનથી વચનથી અને કાયાથી વાયુકાયની વિરાધનાને કરીશ નહિ, કરાવીશ નહિ અને કરતાને અનુમોદીશ નહિ. ભૂતકાળમાં જે કાંઈ મેં વાયુકાયની વિરાધના કરી છે તેનાથી હે ભગવંત ! હું પાછો ફરું છું, આત્મસાક્ષીએ તેની નિંદા કરું છું, આપની સમક્ષ ગાઁ કરું છું અને એ પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવું છું.
શાસ્ત્રીય પરિભાષામાં યતના એ એક જાતનો ઉપયોગ છે. કોઈ પણ જીવને પીડા ન પહોંચે તેવા પ્રકારનો ઉપયોગ તેનું નામ ચતના. ભાવપૂર્વકની ક્રિયાઓ આત્મસાત્ કરવા માટે આ યતનાનો અધિકાર છે. વાયુકાયની વિરાધના થાય છે તે સમજવાનું અને સમજ્યા પછી તેનાથી બચવાનું કામ કપરું છે. આપણને વાયુ પર પ્રેમ ઘણો છે ને ? દિવસ હોય કે રાત હોય, પવન ન હોય તો ન ગમે ને ? પાણી ઠંડું કરવા પંખો ચલાવીએ, ચા ઠંડી કરવા ફૂંક મારીએ તો વાયુની વિરાધના થાય. જે કુદરતી પવન વાય તેની રક્ષા ન કરી શકીએ, પરંતુ પ્રયત્નપૂર્વકના વાયુની વિરાધનાથી તો બચાય ને? ફૂંક મારવી, પંખા ઢાળવા, વસ્ત્રથી પંખો નાંખવો આ તો પ્રયત્નસાધ્ય છે ને ? તે વિરાધના ટાળવી છે. વાયુકાય દષ્ટિગોચર નથી બનતો, માત્ર સ્પર્શ આદિના કારણે તેનું અનુમાન કરી શકાય છે. ઝાડપાન હલે, કપડાં ફરફર થાય – તેના કારણે વાયુનું અસ્તિત્વ જાણી
(૧૪૩)
Page #74
--------------------------------------------------------------------------
________________
શકાય છે. વાયુ અચિત્ત પણ હોઈ શકે છે એની ના નથી, પરંતુ કયો વાયુ અચિત્ત છે તેની આપણને ખબર નથી તેથી આપણે તો સચિત્ત માનીને જયણા પાળવી છે. આમે ય અચિત્તવાયુના વિષયમાં રાગ-દ્વેષને ટાળવાનો પ્રયત્ન કરવાનો જ છે. ઠંડો પવન આવે તો રાગ થાય અને ગરમ પવન આવે તો દ્વેષ થાય તોપણ અનુમોદનાદિના કારણે વિરાધનાનું પાપ લાગવાનું જ છે. ભગવાને વાયુને સચિત્ત કહ્યો છે માટે તેની વિરાધનાથી બચવું છે. અહીં જણાવે છે કે ગરમ ભાત વગેરે આવ્યા હોય તો તેને ફૂંક મારીને ઠંડા ન પડાય – આ સાધુપણાનો આચાર છે. અમે તો પાણી પણ પવન આવતો હોય તે દિશામાં ઠારીએ. કોઈએ બીજી દિશામાં પાણી ઠાર્યું હોય તો તેને કહીએ કે ‘અહીં પાણી ઠરાતું હશે ? પવન આવે ત્યાં ઠારવું જોઇએ ને ?” આવું કહેતી વખતે વાયુકાયની વિરાધનાનો દોષ લગભગ યાદ પણ ન આવે.
સ॰ તો પાણી ક્યાં ઠારવાનું ? નિર્વાત સ્થાનમાં ?
પાણી ઠારવાનું જ નથી તો પછી ક્યાં ઠારવું એનું વિધાન ક્યાંથી મળે ? પાણી ઠારવાનું જ નથી એટલે ‘પાણી ઠારવા માટે તાંબાની પરાત જોઈએ, એલ્યુમિનિયમની પરાત ન ચાલે.' એવું પણ બોલવાનું રહેતું નથી. એલ્યુમિનિયમની પરાતનું પાણી વાપરવાથી સાધુસાધ્વીનાં જીવન બગડ્યાં છે એવું નથી, પાણી ઠારવાના કારણે જ જીવન બગડયાં છે. જેટલું બચાય તેટલું બચવાનું છે એ વાત સાચી, પણ તે શરીરના આરોગ્ય માટે નહિ, પાપથી આઘા રહેવા માટે જેટલું બચાય એટલું બચવું છે. તાંબાની પરાત વાપરવાની પાછળ આરોગ્ય સુધારવાનો જ ઉદ્દેશ રહેલો છે ને ? જયણાની પ્રધાનતા પાપથી બચવા માટે છે, તેના માટે જેટલી પ્રવૃત્તિ ઓછી થાય એટલું સારું. પાંચ મહાવ્રતોમાં જેમ બીજું મહાવ્રત પાળવું કપરું છે તેમ છજીવનિકાયની વિરાધનામાંથી વાયુકાયની વિરાધનાથી બચવાનું કામ કપરું છે. તેના માટે ઘણું જ ધ્યાન રાખવું પડે એવું છે. આ વિરાધનાથી બચવા માટે સંસારના સુખનો રાગ કાઢ્યા વિના અને શરીરનું મમત્વ માર્યા વિના નહિ ચાલે. અહીં દૃષ્ટાંત તરીકે ગરમ ભાતની વાત કરી છે, કારણ કે એ વખતે ચા ન હતી. એમ કહેવાય છે કે છેલ્લાં સો વરસમાં ચા ભારતમાં આવી છે.
(૧૪૪)
સ૦ એ વખતે દૂધ તો હતું ને ?
દૂધ હતું તો ખરું, પણ દૂધ લેવાતું ન હતું. દૂધ વગેરે વિગઈઓ વાપરવી હોય તો આચાર્યભગવંતની રજા લેવી પડે. તે રજા આપે તો જ લેવાય.
સ૦ કલ્પસૂત્રમાં તો જ્યાં દૂધદહીં પૂરતા પ્રમાણમાં મળે ત્યાં ચોમાસું કરવાનું જણાવ્યું છે ને ?
એ તો આપદ્મસ્ત અવસ્થામાં, ગ્લાનાદિ કોઈ નિમિત્તે વિગઈની જરૂર પડે તો શોધવા ન જવું પડે - એટલાપૂરતી વાત હતી. બાકી ઉત્સર્ગમાર્ગે સાધુ વિગઇ વાપરે નહિ. રોટલી, દાળ, ભાત, શાકથી જ નિર્વાહ કરી લે. આજે તો અપવાદ એ ઉત્સર્ગ બની ગયો છે અને ઉત્સર્ગમાર્ગ એ તો જાણે ઉત્કૃષ્ટ આરાધના ગણાય છે. અત્યારે પાંચે આંગળા ઘીમાં બોળેલા છે તેથી જલસા કરવા મળે
છે, દૂધદહીં મજેથી ખાવા મળે છે. પરંતુ જ્યારે આ જલસાનું પરિણામ ભોગવવાનો વખત આવશે ત્યારે ખબર પડશે. આ અનુકૂળતા છોડવા માટે તૈયાર નહિ થઈએ ત્યાં સુધી પાપ જીવનમાંથી નાબૂદ નહિ થાય. અનુકૂળતા ભોગવવાનો પરિણામમાત્ર પાપનો પરિણામ છે અને પ્રતિકૂળતા ભોગવી લેવાનો પરિણામ એ ધર્મનો પરિણામ છે. ગરમીથી ખસવાની ઇચ્છા અને પવનમાં બેસવાની ઇચ્છા : આ બંન્ને વિરાધનાનો પરિણામ છે. અનુકૂળતા મળતી હોય તોપણ જોઈતી નથી, મેળવવા માટે પુરુષાર્થ નથી કરવો, ઉપરથી જે મળે તેનો પણ ત્યાગ જ કરવો છે : આટલો પરિણામ પેદા થાય તો આ બધી વિરાધનાથી બચી શકીએ.
સ૦ આટલું સત્ત્વ શેમાંથી પેદા થાય !
ઉત્કટકોટિની તાલાવેલીમાંથી ! નાના છોકરાઓની તાકાત છે ખરી કે ઉપર શિકામાંથી વસ્તુ કાઢી શકે ? છતાં ય એકબીજાના ખભા ઉપર ઊભા રહીને ઉપરના શિકામાંથી વસ્તુ કાઢીને ખાય ને ? આનું નામ ઉત્કટ તાલાવેલી. દહીંહાંડી ફોડનારા જોયા છે ? જીવસટોસટીનો ખેલ હોવા છતાં પણ ઉપર ચઢે ને ? ઉપરથી પછડાય છતાં ઊભા થઈને ચઢવા તૈયાર થાય ને ? ફળની ઉત્કટ કોટિની ઇચ્છા જાગે તો સત્ત્વ આજે આવે. શ્રી ગજસુકુમાલમુનિ દીક્ષા લેતાંની સાથે સ્મશાનમાં કાઉસ્સગ્ગધ્યાનમાં ઊભા રહ્યા ને ? એ સત્ત્વ કયાંથી આવ્યું ? દીક્ષા લેતી
(૧૪૫)
Page #75
--------------------------------------------------------------------------
________________
વખતે દેવકીમાતાએ તથા કૃષ્ણમહારાજાએ તેમને કહ્યું હતું કે ‘તારા વાળ સોના જેવા છે અને કાયા સુકોમળ છે... ત્યારે ગજસુકુમાલકુમારે કહ્યું હતું કે કાયા ગમે તેટલી સારી હોય તોપણ એ વિણસી જવાની છે. તેમના તાજા લોચ કરેલા
માથે સગડી મુકાઈ છતાં તે શાંતિથી સહન કરી ને ? આ તો આપણને પૂછવા આવે કે માથે અંગારા મુકાયા તો તેઉકાયની વિરાધના થાય ને ? આપણે કહેવું પડે કે હલે-ઊંચાનીચા થાય તો વિરાધના થાય. બાકી જેણે કાયાને વોસિરાવી દીધી હોય, કાયાની મમતા મૂકી દીધી હોય તેને કાયાથી થતી વિરાધનાનું પાપ ન લાગે. દાઝી જવાના ભયના કારણે અગ્નિથી દૂર રહેવું અને અગ્નિના સંઘટ્ટાથી વિરાધના થાય છે - એવી વાત કરવી, આ તો એક માયા છે. એક વાર દુઃખ વેઠવાની તૈયારી થાય તો જયણા પાળવાનું કામ સહેલું છે. જ્યાં સુધી દુઃખ ટાળવાનો અને સુખ ભોગવવાનો અધ્યવસાય પડ્યો હશે ત્યાં સુધી એક નહિ તો બીજી રીતે વિરાધના થવાની. આ તો ઉપાશ્રયની પણ અનુમોદના કે નિંદા કરવા બેસી જાય કે – “આ મકાનમાં સામસામે બારી છે એટલે હવા સારી આવે છે, પેલા મકાનમાં તો સામસામે બારી જ નથી. સામસામે બારી રાખવી જોઈએ કે જેથી વચ્ચેથી હવા પસાર થઈ જાય.' આવું બોલતી વખતે એવો વિચાર ન આવે કે હવાની સાથે વચ્ચેથી સંયમ પણ પસાર થઈ જાય ! રાત્રે સૂતા હોય ત્યારે પણ વાયુકાયની વિરાધનાથી બચવાનું કામ કપરું છે. ‘રાત્રે બિલકુલ પવન ન હતો પણ પાછળથી ઠંડક થઇ ગઈ હતી.' આવું બોલે તો અનુમોદનાનું પાપ લાગ્યા વિના ન રહે. ગમે તેટલી ગરમી પડે છતાં વેઠી લેવી છે, વસ્ત્રના છેડાથી પણ પવન નાંખવો નથી. નરક-તિર્યંચમાં તો આના કરતાં કંઈકગણી ગરમી વેઠી છે, એના હિસાબમાં આ તો કાંઈ નથી - એમ વિચારીને આપણા સુખ ખાતર વાયુની વિરાધના નથી કરવી.
સ૦ પવનની લહેર આવે અને એમાં આનંદ આવે, ‘હારા !' થાય તો પાપ લાગે ?
એટલે તમારે એમ કહેવું છે કે ‘પવન ખાવામાં વાંધો નહિ, માત્ર આનંદ થાય તો પાપ લાગે' – ખરું ને ? પરંતુ એવું નથી. વાયુની શાતા ભોગવી તેમાં અવિરતિનું પાપ તો છે જ, જ્યારે એમાં આનંદ થાય તો રતિનું પાપ નવું બંધાય.
(૪૬)
સુખનો રાગ એ અવિરતિ છે અને સુખમાં જે મજા આવે છે તે મિથ્યાત્વ છે. રાગના જે કારણે પ્રવૃત્તિ થાય છે જ્યારે રતિના કારણે એ પાપ ચીકણું થાય છે. એ જ રીતે દુ:ખ ઉપરનો દ્વેષ તે અવિરતિ. અને દુઃખ ઉપરનો જે સતત ઉદ્વેગ તે મિથ્યાત્વ છે. સુખમાં રિત ન હોય અને દુઃખમાં અરિત ન હોય તો અનુબંધથી બચી શકાય પણ રાગ અને દ્વેષના કારણે બંધ તો ચાલુ જ રહેવાનો છે. આપણે પાપના બંધથી પણ બચવું છે. રાગ એ કારણ છે અને રતિ એનું કાર્ય છે. રાગથી પ્રવૃત્તિ કરવી નથી, કદાચ પ્રવૃત્તિ થઈ જાય તોપણ રિત નથી કરવી. રાગ અને દ્વેષ; રતિ અને અરિત દ્વારા આ સંસારમાં રખડાવે છે માટે આપણે સાવધ થઇ જવું છે. આપણે કેટલું સારું કર્યું છે – એ નથી જોવું, કેટલું નડે છે - એ જોવું છે. દૂધપાક ગમે તેટલો સારામાં સારો હોય પણ દૂધપાકના તપેલામાંથી ગિરોળી નીકળે તો એ બધો દૂધપાક ફેંકી દેવો પડે ને ? તેમ આપણે ગમે તેટલું ઊંચામાં ઊંચું સાધુપણું પાળીએ પણ સુખના રાગનું ઝેર પડ્યું હશે ત્યાં સુધી એ સાધના નકામી જવાની.
જેને મોક્ષે જવું હોય તેણે આચારનું પાલન અવશ્ય કરવું જ પડશે. આચારના પાલનને પ્રાધાન્ય આપ્યા વિના પરિણામની પણ શુદ્ધિ થવાની નથી. આચારપાલનમાં પણ મુખ્યતા યતનાની છે. આ યતના પ્રમાદના ત્યાગ વગર નહિ પળાય. જીવ મરી જાય તે જેટલું ખરાબ છે તેના કરતાં જીવ ન મરે તેવી ભાવનાનો અભાવ વધુ ખરાબ છે. આપણે જાણીજોઈને દુઃખ નથી આપતા – એ બરાબર છે, પરંતુ આપણા નિમિત્તે પીડા ન થાય તેવો પ્રયત્ન ન કરીએ - એ ન ચાલે. પાપ કરવાનો પરિણામ નથી એમ કદાચ કહીએ તોપણ પાપ થઈ ન જાય તે માટેની કાળજી ન હોય ત્યાં સુધી પાપ ટાળવાનો પરિણામ નથી - એમ તો માનવું જ પડે ને ? આપણા કારણે કોઈ પણ જીવને થોડી પણ પીડા ન થાય તે માટે ખૂબ ઉપયોગપૂર્વક જીવવું પડે, અપ્રમત્તપણે દરેક ક્રિયામાં વર્તવું પડે, શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાના ચોકઠામાંથી બહાર નીકળી ન જવાય તે માટે સતત સાવધાની રાખવી પડે. અપ્રમત્તતાની જરૂર ક્રિયા માટે નહિ, ક્રિયામાં દોષ લાગી ન જાય એ માટે છે. આપણને ક્રિયા રહી ન જાય તેની જેટલી ચિંતા છે તેટલી દોષ રહી ન જાય તેની નથી ! ધંધો કરનારને પણ કમાણી ઓછી થાય તોય તે પાલવે, પણ માલ ચોરાઈ ન જાય એ માટે અપ્રમત્ત રહેવું પડે ને ? ખરીદી કરવા આવનાર માલ લે કે ન લે, પણ એકે ચીજ જતી ન રહે
(૧૪૭)
Page #76
--------------------------------------------------------------------------
________________
તેની કાળજી વેપારી જે રીતે રાખે છે તેવી અહીં રાખીએ તો નિસ્તાર થયા વિના ન રહે. ગાથા ગોખતી વખતે ગાથા યાદ રહેવી જોઇએ એનો ઉપયોગ રાખનારા એક પણ શબ્દ ખોટો બોલાઈ ન જાય તેની કાળજી રાખે ખરા ? ખોટો શબ્દ બોલવાથી જ્ઞાનાવરણીયકર્મ બંધાય છે - એટલું યાદ છે ખરું ? દુનિયાના કોઈ ક્ષેત્રમાં યતના વિના ચાલે એવું નથી, અહીં જ માત્ર યુતના વગર ચલાવવાની તૈયારી છે ને ? બિનજરૂરી પ્રવૃત્તિનો ત્યાગ કર્યા વગર યતનાનો પરિણામ આવે એ શક્ય નથી. તમારે ત્યાં જેમ કહેવાય છે કે જરૂરિયાત ઘટે તો ખર્ચ ઓછા થાય તેમ અમારે ત્યાં બિનજરૂરી પ્રવૃત્તિનો ત્યાગ કર્યા વિના યતના આત્મસાત્ થાય એવી નથી.
વાયુકાય પછી વનસ્પતિકાયની યતના જણાવી છે :
से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चखापा दिआ वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से बीएसु वा बीयपट्ठेसु वा रूढेसु वा रूढपइट्ठेसु वा जाएसु वा जायपइट्ठेसु वा, हरिएसु वा हरियपट्ठेसु वा छिन्नेसु वा छिन्नपइट्टेसु वा सचित्तेसु वा सचित्तकोलपडिनिस्सिएस् वा न गच्छेजा न चिट्ठेजा न निसीइजा न तुअट्टेज्जा अन्नं न गच्छावेजा न चिट्ठावेज्जा न निसीयावेजा न तुअट्टाविज्जा अन्नं गच्छंतं वा चिट्ठतं वा निसीयंत वा तुअट्टतं वा न समणुजाणेज्जा जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करंतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पक्किमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । ( सूत्र - १४)
પૂર્વે જણાવ્યા મુજબ સંયત, વિરત, પ્રતિહતપ્રત્યાખ્યાતપાપકર્મા એવો ભિક્ષુ કે ભિક્ષણી દિવસે કે રાત્રે, એકલો કે પર્ષદામાં રહેલો, સૂતા કે જાગતા; સચિત્ત એવા બીજ (અનાજના દાણા) ઉપર કે બીજના ઢગલા પર મૂકેલ શયનાદિ સચિત્ત કે અચિત્ત કોઈ વસ્તુ ઉપર, તરત ઊગેલા અંકુરા ઉપર કે અંકુરા પર મૂકેલી વસ્તુઓ ઉપર, ધાન્યાદિના છોડવા ઉપર કે છોડવા પર મૂકેલી વસ્તુ ઉપર, દૂર્વા વગેરે લીલા ઘાસ ઉપર કે ઘાસ પર રહેલી વસ્તુ ઉપર, વૃક્ષાદિના કપાયેલાં શાખાપત્ર-પુષ્પો કે ફળાદિ ઉપર અથવા તેના ઉપર રહેલી વસ્તુ ઉપર, સજીવ, ઇંડા વગેરે ઉપર કે ઘણ વગેરે કીડા જેમાં આશ્રય કરીને રહેલા હોય તેવા કાષ્ટાદિ ઉપર (૧૪૮)
સ્વયં ચાલે નહિ, ઊભા રહે નહિ, બેસે નહિ અને સૂએ પણ નહિ. એ જ રીતે આ બધી વનસ્પતિ ઉપર બીજાને ચલાવે નહિ, ઊભા રાખે નહિ, બેસાડે નહિ કે સુવાડે નહિ તેમ જ બીજા કોઈ એના પર ચાલે, ઊભા રહે, બેસે કે સૂએ તો તેને સારા માને નહિ. આ પ્રમાણે ભગવાને કહ્યું હોવાથી જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી ત્રિવિધે ત્રિવિધે મનથી વચનથી કે કાયાથી આ રીતે વનસ્પતિકાયની વિરાધના કરીશ નહિ, કરાવીશ નહિ અને કરતાને સારા માનીશ નહિ, આ પ્રમાણેનું પાપ મેં જે કાંઈ ભૂતકાળમાં કર્યું છે તેનાથી હે ભગવંત હું પાછો ફરું છું, આત્મસાક્ષીએ તેની નિંદા કરું છું, આપની સમક્ષ ગહીં કરું છું અને એ પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવું છું.
ન
અવિહિત પ્રવૃત્તિ કરવાની જ નથી અને વિહિત પ્રવૃત્તિ કરતી વખતે પણ વિરાધના ન થાય તેની યતના રાખવી. અવિહિત પ્રવૃત્તિ પોતે જ વિરાધના સ્વરૂપ છે. કારણ કે અવિહિત પ્રવૃત્તિ કરતી વખતે જીવની વિરાધના થાય કે ન થાય, આજ્ઞાની વિરાધના તો થાય જ છે. આજે યતના વગર પ્રવૃત્તિ કરવા માંડયા છે એટલે પ્રવૃત્તિઓ છૂટથી કરાય છે. યતનાપૂર્વક જ પ્રવૃત્તિ કરવાની હોય તો પ્રવૃત્તિ ઉપર કાપ મુકાયા વિના ન રહે. બીજા જીવોના દુ:ખને દૂર કરવા માટે યતના નથી, કોઈ પણ જીવને દુ:ખ ન આપવાના પરિણામસ્વરૂપ યતના છે. વનસ્પતિકાયની વિરાધનાનો પ્રસંગ વિહારાદિમાં ઘણો આવતો હોય છે, તે વખતે યતનાપૂર્વક પ્રવૃત્તિ કરવી. અમે જાતે કદાચ વિરાધના ન કરીએ, પણ સાથે માણસ કે ડોળીવાળા રાખીએ તો તેને પૃથ્વીકાયથી માંડીને વનસ્પતિકાય કે ત્રસકાય સુધીની બધી જ વિરાધના કરાવવાનો પ્રસંગ આવે. અમે ખેતરમાં ન બેસીએ પણ ઉપાશ્રયાદિમાં જગ્યા ન હોય ત્યારે માણસોને ખેતરમાં બેસવા મોકલીએ તો કરાવવાનું પાપ લાગે ને ? આવા પ્રસંગો ન આવે તે માટે જ પૂર્વના મહાપુરુષો જંઘાબળ ક્ષીણ થયા પછી એક જ સ્થાને સ્થિરવાસ કરતા. પણ હવે મુશ્કેલી એ છે કે કદાચ રહે તોપણ ગામના લોકોને ન ગમે, પછી શું કરે ? અને સ્થિરવાસ રહેલાં સાધુસાધ્વી પણ ગૃહસ્થની પંચાત કરતા થઈ જાય તો તેમનું સંયમ સિદાય. તેથી બીજા અપવાદ સેવીને પણ વિહાર કરતા રહેવું સારું – એમ કહેવું પડે. બાકી શ્રાવકો થોડી ઉદારતા કેળવી લે અને ઘરના સભ્યની જેમ માંદાં સાધુસાધ્વીનું ધ્યાન રાખે અને સાધુસાધ્વી કોઈ પણ જાતની પંચાત કર્યા વિના જીવે તો સ્થિરવાસનો આચાર પણ પાળી
(૧૪૯)
Page #77
--------------------------------------------------------------------------
________________
શકાય. તમે સાધુસાધ્વીની વૈયાવચ્ચ કરો તો તેમાં તમારે એકાંતે લાભ છે. કારણ કે એમાં તમારા ચારિત્રમોહનીયકર્મની નિર્જરા થાય છે. સાધુભગવંત જયણા પાળે અને તમે જયણા પાળવામાં અનુકૂળતા આપો તો તમારે પણ નિર્જરા થાય ને ? એક વાર સાધુપણા પ્રત્યે પ્રેમ થાય તો જયણા પ્રત્યે પ્રેમ થયા વિના ન રહે. અમારે તમને એટલું કહેવું છે કે શાસનની પ્રભાવના કરવા માટે ઘરમાં બેસી ન રહેતા, શાસનની આરાધના કરવા સાધુપણામાં ચાલ્યા આવજો.
સ૦ શ્રાવક શાસનપ્રભાવના માટે ઉપયોગમાં ન આવે ?
શ્રાવક સાધુ ન થાય તો તેનો ઉપયોગ પ્રભાવનામાં કરી લેવાનો, પણ પ્રભાવના કરવા માટે શ્રાવકને ઘરમાં ન રાખવો. પ્રભાવના કરવા કરતાં આરાધના
કરવા માટે નીકળી જવું એ કલ્યાણકારી છે.
સ૦ આરાધના કરતાં પ્રભાવના ચઢિયાતી નહિ ?
ના. પ્રભાવના કરતાં આરાઘના ચઢિયાતી. આરાધના કર્યા પછીની આરાધનાપૂર્વકની પ્રભાવના આરાધના કરતાં ચઢી જાય તેની ના નહિ, પરંતુ આરાધના વિનાની પ્રભાવના ચઢિયાતી ગણાતી નથી. સંપ્રતિ મહારાજે ઘણાં મંદિરો બંધાવ્યાં અને ઘણી પ્રભાવના કરી છતાં તેમને મહાપ્રભાવક નથી કહ્યા, કારણ કે તેમની પાસે ચારિત્રની આરાધના ન હતી. આરાધના પછીની પ્રભાવના સાધુપણામાં મળે છે. આથી સાધુભગવંતો મહાપ્રભાવક કહેવાય છે.
સ૦ સાધુભગવંતનું પુણ્યપ્રભાવક સામ્રાજ્ય કહેવાય છે ને ?
તે પુણ્યપ્રભાવ કયો ? તમને પુણ્ય ભોગવવા જેવું ન લાગે એ જ સાધુનો પુણ્યપ્રભાવ છે. જેને પુણ્ય ભોગવવાજેવું ન લાગે તેને જ પુણ્ય ભોગવવાનો અધિકાર છે. જેને પુણ્ય ભોગવવા જેવું લાગે તેના માટે પુણ્ય એકાંતે હેય છે. તીર્થંકરપરમાત્મા અનુત્તર-સર્વશ્રેષ્ઠ પુણ્યના સ્વામી હોવા છતાં પણ જન્મથી જ વિરાગી હોય છે, આગળ વધીને માતાની કુક્ષિમાં આવે ત્યારથી વિરાગી હોય છે. આથી જ દેવતાઓ તેમની સ્તવના ગર્ભમાંથી કરતા હોય છે. એક વાર આચાર્યભગવંતે જણાવેલું કે ભગવાનનાં વિશેષણોમાં ‘દેવેન્દ્રોથી વંદાયેલા', (૫૦)
'દેવેન્દ્રોથી સ્તવાયેલા' આમ વારંવાર દેવતાનો ઉલ્લેખ એટલા માટે આવે છે કે - સ્તવનાના ખરા અધિકારી એ છે. કારણ કે જ્યારે માતાની કુક્ષિમાં ભગવાન આવે ત્યારે તેમના શરીરની રચના પણ ન થઈ હોય તે વખતે પણ ભગવાનના એ વિરાગભાવને લઈને દેવતાઓ તેમની સ્તવના કરે છે. તેની પૂર્વેના દેવતાઇ ભવમાં પણ ભગવાનનો વૈરાગ્ય અપ્રતિમ હોય છે. ઇન્દ્રાદિ દેવતાઓ પોતે પ્રચંડપુણ્યના સ્વામી હોવા છતાં પોતાના પુણ્યને હેય માનતા હોય છે, આથી જ ‘વિશાલલોચન’સૂત્રમાં જણાવ્યું છે કે - તૃત્તિ નળયન્તિ નૈવ નામ્ (પોતાના દેવલોકને તૃણની તોલે પણ ગણતા નથી) અને પરમાત્મા પણ પોતાના પુણ્યની પ્રત્યે વિરાગી હોવાથી એ પરમાત્માની સ્તવના દેવો કરે છે.
સ૦ આજ્ઞા મુજબનું પુણ્ય હોય તો ?
તોપણ તેમાંથી આજ્ઞા રાખવી અને પુણ્ય કાઢી નાંખવું. મિઠાઇનું બોક્સ મળ્યું હોય તોપણ તેમાંથી મિઠાઇ રાખો અને બોક્સ કાઢી નાંખો ને ? તમે જાતે ખરીદીને લાવ્યા હો, બોક્સના પૈસા પણ ભેગા આપ્યા જ હોય છતાં બોક્સ કાઢી નાંખો ને ? આજ્ઞા મુજબનું પુણ્ય હોય તોપણ તેનો ઉપયોગ આજ્ઞા પાળવામાં કરવો છે. ભગવાનની આજ્ઞા એક જ છે કે પુણ્યથી મળેલ પંચેન્દ્રિયપણું, નીરોગી શરીર આદિ સામગ્રીનો ઉપયોગ; પુણ્યથી મળનારાં ભોગસુખોનો ત્યાગ કરીને સંયમ અને તપની સાધનામાં કરવો. આરાધના માટેનું પુણ્ય તો મળી ગયું છે ને ? હવે પ્રભાવના માટેનું પુણ્ય ઇચ્છવું નથી. એ પુણ્ય જો મળી ગયું તો તેનો ઉપયોગ કરી લેવો છે, પણ પ્રભાવનાનું પુણ્ય ન મળે તો ભેગું કરવા ન બેસવું. સાધુભગવંતોના પુણ્યનો પ્રભાવ પણ ત્યારે પડે કે જ્યારે તેઓ માનસન્માનમાં લેપાય નહિ. જે પોતે પુણ્યપ્રભાવથી નિરપેક્ષ હોય તેની ખુમારી જ પ્રભાવ પાડનારી હોય. આજે તો પુણ્યની લાલચના યોગે આપણી ખુમારી જ દબાઈ ગઈ છે. નામ ગજાવવાનું મન હોય અને શાસનપ્રભાવનાનું ઓઢું લઈએ – એ વૃત્તિ આત્મઘાતક છે. આપણું નામ ન ગાજે, આપણને કોઈ ઓળખે નહિ – એટલામાત્રથી આપણો મોક્ષ અટકવાનો નથી. આપણું નામ ચારે દિશામાં ગાજતું થાય પણ કર્મ આપણા આત્મા ઉપરથી ન ખસે – એના કરતાં તો આપણાં કર્મ ચારે દિશામાં વેરવિખેર થઈ જાય પછી ભલે ને આપણને કોઈ જાણે નહિ –
ન
(૧૫૧)
Page #78
--------------------------------------------------------------------------
________________
એ સારું ને ? આપણે સાધુ થયા છીએ તે કર્મ ખપાવવા માટે થયા છીએ - આવું જે માને તે આરાધનાને ચૂકીને પ્રભાવનાને લક્ષ્ય ન બનાવે.
અંતે ત્રસકાયની જ્યણામાં જણાવે છે કે -
से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे दिआ वा राओ वा गाओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से कीडं वा पयंग वा कुंथु वा पिपीलियं वा हत्थंसि वा पायंसि वा बाहंसि वा ऊरुसि वा उदरंसि वा सीसंसि वा वत्थंसि वा पडिग्गहंसि वा कंबलंसि वा पायपुच्छणंसि वा रयहरणंसि वा गोच्छगंसि वा उंडगंसि वा दंडगंसि वा पीढगंसि वा फलगंसि वा सेजंसि वा संथारगंसि वा अन्नयरंसि वा तहप्पगारे उवगरणजाए तओ संजयामेव पडिलेहिअ पडिलेहिअ पमजिअ पमजिअ एगंतमवणेजा नो णं संघायमावजेजा ।। (सूत्र-१५)
ઉપર જણાવ્યા પ્રમાણે સંયત વિરત તેમ જ પાપકર્મોને પ્રતિહા-પ્રત્યાખ્યાત કરનારો ભિક્ષ કે ભિક્ષણી દિવસે કે રાત્રે, એકલો કે સમુદાયમાં રહેલો, સૂતા કે જાગતા; કોઈ કીડાને, પતંગિયાને, કુંથુઆને કે કીડીને (ઉપલક્ષણથી સર્વ વિકસેન્દ્રિય તથા પંચેન્દ્રિયને એવા કોઈ પણ ત્રસ જીવને, જો તે કોઈ પણ વસ જીવ હાથ ઉપર, પગ ઉપર, ભુજા ઉપર, સાથળ ઉપર, પેટ ઉપર, માથા ઉપર, વસ્ત્ર ઉપર, કોઈ પાત્ર ઉપર, કાંબળ ઉપર, દંડાસણ ઉપર, રજોહરણ(ઘા) ઉપર, ગુચ્છા(પાત્રસ્થાપન) ઉપર, કુંડી ઉપર કે જીવ વિનાની શુદ્ધ ચંડિલભૂમિમાં, દાંડા ઉપર, પીઠ-પાટલા ઉપર, પાટિયા ઉપર, શય્યામાં અર્થાત્ ઉપાશ્રયમાં તથા સૂવા માટેના સાડા ત્રણ હાથ સંસ્તારક-સંથારા ઉપર અથવા તો અન્ય કોઈ પણ તેવા પ્રકારના સંયમમાં ઉપકારી એવાં ઉપકરણો ઉપર આવી ચઢયા હોય તો તેને ત્યાંથી સમ્યમ્ યતનાપૂર્વક અથવા તો પ્રયત્નપૂર્વક અર્થાત્ તેમને પરસ્પર પીડા ન થાય, કિલામણા ન થાય, તેમનો ઉપઘાત ન થાય તે રીતે પુનઃ પુનઃ (વારંવાર) પ્રતિલેખના કરવા પૂર્વક એકાંત સ્થાને મૂકે પણ તેનો સંઘાત (ઢગલો) ન કરે. અહીં ઉપલક્ષણથી ‘બીજા પાસે પણ આ રીતે ત્રસ જીવોની વિરાધના કરાવે નહિ અને કરતાને અનુમોદે નહિ' : એટલું સમજી લેવું. આ પ્રમાણે ભગવાને કહ્યું છે - તેથી હું પણ જીવું ત્યાં સુધી વિવિધ વિવિધ મનથી, વચનથી, કાયાથી ત્રસકાયની વિરાધના કરીશ નહિ, કરાવીશ નહિ, કરતાને અનુમોદીશ નહિ.
ભૂતકાળમાં આવી જે કાંઈ વિરાધના કરી છે તેનાથી પાછો ફરું છું, આત્મસાક્ષીએ તેની નિંદા કરું છું, આપની સમક્ષ ગહ કરું છું અને એ પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવી છું... ઇત્યાદિ પણ સમજી લેવું.
પ્રતિલેખના અને પ્રમાર્જના એ સાધુપણાનો પ્રાણ છે. તેથી સાધુનું ‘પ્રમાર્જનાશીલ' વિશેષણ વપરાય છે. સાધુભગવંત ટાપટીપ ન કરે, પણ જીવજંતુ ન થાય તે માટે વન્નપાત્ર વગેરે બરાબર વાળીને, વીંટીને, ગોઠવીને મૂકે. જ્યાં-ત્યાં રખડતું મૂકી રાખે તો તેના પર જિવાત ચઢી જાય. એક વાર આચાર્યભગવંતે કહ્યું હતું કે સાધુ મેલા હોય પણ ઘેલા ન હોય, લઘરવઘર ન હોય. બે વસ્ત્ર અહીં લટકતાં હોય, બે ત્યાં પડ્યાં હોય. આ સાધુપણાની શોભા નથી. જયણા માટે વ્યવસ્થિત ગોઠવીને મૂકવું એ ટાપટીપ નથી. જયણાના ઉપયોગ વિનાના સાધુની ભૂલો પણ તેમને હાસ્યાસ્પદ બનાવે એવી હોય. ઘડામાં સાબુ કે ચરવળી મૂકી હોય અને પૂંજ્યાપ્રમાર્યા વિના ગરમ પાણી વહોરી આવે તો તે પાણીની કે ચરવાળીની શી દશા થાય ? જે પ્રમાર્જના સાધુનો ગુણ કહેવાય તે જ સાધુમાં ન દેખાય તો તે સાધુ માટે કલંકભૂત ગણાય ને ? આ તો પુસ્તકો રાખે, પણ જયણા ન પાળે ! ખુલ્લું રાખી મૂકે, જીવજંતુ ચઢી જાય, વચ્ચે દબાઈ જાય - એ રીતે વાપરે તો જયણા ક્યાંથી સચવાય ? આથી જ સાધુભગવંતને પુસ્તકો પણ અપવાદપદે રાખવાનાં છે.
સવ શ્રાવકો તો પુસ્તક રાખે ને ?
શ્રાવક પુસ્તક રાખે ખરા પણ પોતાની જાતે ન વાંચે, ગુરુનો યોગ મળે ત્યાં સુધી ગુરૂમુખે જ સાંભળે, ગુરુનો યોગ ન મળે તો જ્યાં ગુરુ હોય ત્યાં જાય અને જો જઈ શકાય એવું ન હોય તો ગુરુની રજા લઈને ગુરુ આદેશ કરે તે જ પુસ્તક વાંચે. આજે પુસ્તકોની માગ વધી એટલે સાધુની કિંમત ઘટવા માંડી. વ્યાખ્યાનમાં આવનારો ઘટ્યા. ગુરુની કિંમત ઘટાડવા પુસ્તક ને વાંચવા. ગૃહમંદિર બનાવવા છતાં સંઘમંદિરમાં જવાનું ને ? સંઘમંદિરમાં ન જવા માટે ગૃહમંદિર ન બનાવાય ને ? તેમ વ્યાખ્યાનમાં જવું ન પડે માટે પુસ્તક વાંચો તે બરાબર નહિ.
સવ એટલે અપવાદપદે વાંચવા, ઉત્સર્ગપદે નહિ !
છતાં આજે પુસ્તકોનું વાંચન એ ઉત્સર્ગ બની ગયો છે અને ગુરુ પાસે ભણવું - એ અપવાદ બની ગયો છે. સાધુભગવંત પણ પુસ્તકો રાખે તો જેટલાની
(૧૫૩)
Page #79
--------------------------------------------------------------------------
________________
જયણા સચવાય એટલાં જ પુસ્તકો રાખે. જે ઉપકરણોની પ્રતિલેખના કે પ્રમાર્જના ન કરવામાં આવે તે ઉપકરણો સંયમમાં ઉપકારક બનવાને બદલે અપકારક બને. માટે ત્રસકાયની યતના સાચવવા માટે બિનજરૂરી વસ્તુઓનો પરિગ્રહ ટાળ્યા વિના નહિ ચાલે. પરિમિત ઉપકરણો હોય તો જયણા પણ સાચવી શકાય, ઢગલાબંધ વસ્તુ રાખી હોય તો જયણા કઈ રીતે પાળે ? આ રીતે જીવનિકાયની યતનાનો અધિકાર પૂરો થાય છે.
યતનાના અધિકાર પછી પાંચમો ઉપદેશ નામનો અર્થાધિકાર જણાવે છે. પહેલા અધિકારમાં જીવાજીવનું સ્વરૂપ જણાવ્યું. બીજા અધિકારથી એ વાજીવના જ્ઞાનના ફળરૂપે જીવોની અહિંસા જણાવી. ત્રીજા ક્રમમાં જીવોની અહિંસાના પાલન માટે મહાવ્રતોરૂપ ચારિત્રધર્મનો અધિકાર જણાવ્યો. ત્યાર બાદ ચોથા અધિકારમાં ચારિત્રધર્મને પાળતી વખતે યતના કઈ રીતે પાળવી તે જણાવ્યું. હવે ઉપદેશઅધિકારમાં જે રીતે આત્મા કર્મથી લેવાય નહિ તે રીતે વર્તવાનો ઉપદેશ જણાવે છે. તેમાં સૌથી પહેલાં કર્મબંધનું કારણ અયતના છે તે જણાવે છે :
અનર્થ વરમાળો સ (3), પાઈપૂરું હિંસ | बंधई पावयं कम्म, तं से होइ कडुअंफलं ॥१॥ अजयं चिट्रमाणो अ, पाणभूयाई हिंसड़ । बंधई पावयं कम्म, तं से होइ कडुअंफलं ।।२।। अजयं आसमाणो अ, पाणभूयाई हिंसइ । बंधई पावयं कम्म, तं से होइ कडुअंफलं ॥३।। अजयं सयमाणो अ, पाणभूयाई हिंसइ । बंधई पावयं कम्म, तं से होइ कडुअंफलं ॥४॥ अजयं भुजमाणो अ, पाणभूयाई हिंसइ । बंधई पावयं कम्म, तं से होइ कडुअंफलं ।।५।। अजयं भासमाणो अ, पाणभूयाई हिंसइ । बंधई पावयं कम्म, तं से होइ कडुअंफलं ।।६।।
(૫૪) =
અયતનાપૂર્વક એટલે કે ગુરુના ઉપદેશ વિના તથા શાસ્ત્રની આજ્ઞા વિના જે (સાધુ) ચાલે છે અર્થાત્ ઇર્યાસમિતિનું ઉલ્લંઘન કરીને ચાલે છે તે બેઇન્દ્રિયાદિ પ્રાણીઓની તથા એકેન્દ્રિયરૂપ ભૂતોની પ્રમાદ અને અજ્ઞાનમૂલક હિંસા કરે છે અને આ રીતે પ્રમાદ કે અનાભોગથી હિંસા કરતો એવો તે વિપાકમાં કટુક એવાં ક્લિષ્ટ જ્ઞાનાવરણીયાદિ કર્મને બાંધે છે. એ જ રીતે અયતનાપૂર્વક ઊભો રહેનાર અર્થાત્ હાથ-પગ જેમતેમ રાખીને ઊભો રહેનાર, અયતનાપૂર્વક અર્થાત્ અંગોપાંગ સંકોચ્યા વિના તેમ જ ભૂમિ પૂજ્યા વિના અનુપયોગપૂર્વક બેસનાર, અયતનાપૂર્વક અર્થાત્ શરીર સંકોર્યા વિના તેમ જ દિવસે પ્રકામશથ્યાદિ કરવા વડે સૂનાર, અયતનાપૂર્વક અર્થાત્ નિષ્કારણ તથા કાગડા શિયાળ વગેરેની જેમ પ્રણીત ભોજન લેનાર તેમ જ અયતનાપૂર્વક અર્થાત્ ગૃહસ્થની ભાષામાં બોલનાર, નિબુર કઠોર ભાષામાં બોલનાર તેમ જ ગુર્નાદિકની વાતમાં વચ્ચે બોલનાર બેઈન્દ્રિયાદિ પ્રાણીઓની તથા એકેન્દ્રિયજીવોની હિંસા કરે છે અને આ રીતે હિંસા કરનાર વિપાકમાં કટુક એવા ક્લિષ્ટ જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધે છે.
યતના-અધિકારમાં ‘યતના કરવી જોઈએ' એમ અન્વયથી જણાવ્યું, હવે ‘અયતના ન કરવી જોઈએ’ એ પ્રમાણે વ્યતિરેકથી જણાવે છે. અન્વયથી જે વસ્તુ જણાવી હોય તે જ વસ્તુ વ્યતિરેકથી જણાવવામાં આવે તો તેના ઉપર ભાર આવે અને તેનું પ્રાધાન્ય પણ જણાય. જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અત્રિ હોય, દા.ત. રસોડું : આને અન્વય કહેવાય. જ્યાં અગ્નિ ન હોય ત્યાં ધુમાડો પણ ન હોય, દા.ત. સરોવર : આને વ્યતિરેક કહેવાય. અહીં અન્વય અને વ્યતિરેકથી જણાવવાના કારણે એટલું સમજાય છે કે અગ્નિ વિના ધુમાડો હોય જ નહિ. તેમ અહીં પણ અન્વય-વ્યતિરેકથી એમ સમજાવ્યું છે કે - યતના વિના ચારિત્ર હોય જ નહિ. યતનાના પરિણામના કારણે જ કર્મની નિર્જરા થાય છે, અયતનાના પરિણામના કારણે કર્મબંધ થાય છે. અહીં ટીકામાં અયતનાનો અર્થ કરતાં જણાવ્યું છે કે જેમાં ગુરુનો ઉપદેશ ન હોય અને જેમાં સૂત્ર-શાસ્ત્રની આજ્ઞા ન હોય તે બધું જ અયતનાથી કરાયેલું જાણવું. શાસ્ત્રની આજ્ઞા પાળવાની હોય એમાં જ ગુરુના ઉપદેશનો વિચાર કરવાનો છે તે જણાવવા માટે ‘સૂત્રાજ્ઞા’ પદ આપ્યું છે. જેમ કે ગોચરી જવું હોય, સ્વાધ્યાય કરવો હોય, વૈયાવચ્ચ કરવી હોય તો ગુરુને પૂછીને જવાનું. જે વિકથાદિ સૂત્રવિહિત નથી તે કરવાનાં જ નથી
(૧૫૫)
Page #80
--------------------------------------------------------------------------
________________
તેથી તેમાં ગુરુને પૂછવાનો અવસર આવવાનો જ નથી. એ જ રીતે શાસ્ત્રની આજ્ઞા પણ ગુરના ઉપદેશ અનુસાર માનવાની છે. ગુરુના આદેશ વિના કરેલું કાર્ય યતનાપૂર્વક કર્યું હોય તોય તેમાં અયતનાનો દોષ લાગે છે. જ્યારે સંયોગવશ ગુરુના ઉપદેશથી અયતનાવાળું કાર્ય કર્યું હોય તોપણ તે યતના છે. તમારે પણ પ્રતિક્રમણાદિ સૂત્રવિહિત ક્રિયાઓ ગુનિશ્રાએ કરવાની છે.
સ૦ પ્રતિક્રમણ કરવું ફરજિયાત કે ગુરુનિશ્રાએ કરવું ફરજિયાત ?
દવા લેવી ફરજિયાત કે વૈદ્યની નિશ્રામાં લેવી ફરજિયાત ? પહેલાના રાજામહારાજાઓ તથા મંત્રીશ્વરો, શ્રેષ્ઠીઓ પણ ગુનિશ્રાએ પ્રતિક્રમણ કરવા દૂર પણ જતા હતા. ગુરનો યોગ ન હોય તો સ્થાપનાગુરુ પાસે પ્રતિક્રમણ કરવું પડે - એ જુદી વાત. બાકી ભાવગુરનો યોગ મળવા છતાં તેમની નિશ્રામાં પ્રતિક્રમણ ન કરે તો તેમાં યતના સચવાઈ નથી – એમ માનવું પડે. રાઇપ્રતિક્રમણ ગુરુ સમક્ષ કરવાનું, પણ ગુનિશ્રાએ અર્થાત્ ગુરુની સાથે નથી કરવાનું. જ્યારે દેવસિપ્રતિક્રમણ તો સાધુ તથા શ્રાવકોએ ગુરુનિશ્રામાં કરવાનું છે. રાઇ પ્રતિક્રમણ ગુનિશ્રાએ કરાતું ન હોવાથી જ ગુર સમક્ષ રાઈમપત્તિની ક્રિયા કરવાનું વિધાન છે. દેવસિપ્રતિક્રમણ સાથે કરેલું હોવાથી દેવસિમુહપત્તી કરાતી નથી. ઉપધાનમાં દરેક ક્રિયાઓ ગુનિશ્રાએ કરવાની છે, શ્રાવિકા બહેનો દિવસનું કે રાત્રિનું પ્રતિક્રમણ ઉપધાન કરાવનાર ગુરુની નિશ્રામાં કરી ન શકવાથી તેમને સવારે રાઈમુહપત્તી અને સાંજે દેવસિમુહપત્તી કરવાનું વિધાન છે : આના ઉપરથી પણ ગુનિશ્રાનું મહત્ત્વ સમજી શકાય છે.
સ૦ ગુરુને સામાન્ય વાત ન પૂછે, વિશેષ વાત પૂછે તો ચાલે ને ? નહિ તો આખો દિવસ આમાં જાય !
સામાન્ય વાત ન પૂછે - એ ન ચાલે. ભગવાનને સામાન્યવિશેષનો ખ્યાલ હતો જ ને ? છતાં ભગવાને બધું જ પૂછવાનું વિધાન ક્યું છે ! તેવા વખતે ગુરુએ શું કરવું - એ ગુર વિચારશે. આખો દિવસ આમાં જાય તોય તેમાં ભગવાનની આજ્ઞા પાળવા-પળાવવાનો લાભ જ છે ને ? અને ગુથી વધુ નહિ સચવાય તો તેવાને પોતાના શિષ્ય નહિ બનાવે, બીજાને સોંપશે. કારણ કે જેની જવાબદારી વહન કરી ન શકાય તેની જવાબદારી માથે લેવાય નહિ. પરંતુ તમે ગુરુની ચિંતા છોડીને તમારા
a૫૬) =
શિષ્યપણાની ચિંતા કરવા માંડો. આપણે એક પણ કામ ગુરુને પૂછ્યા વિના નથી કરવું. બે કામ રહી જાય તો વાંધો નહિ, પણ પૂછયા વિના એકે કામ ન કરવું.
યતનાપૂર્વક પ્રવૃત્તિ કરવા માટે ગુના ઉપદેશની અને સૂત્રની આજ્ઞાની જરૂર છે : એવું જાણ્યા પછી પ્રવૃત્તિ ઘટાડવાનું મન થયા વિના નહિ રહે. પ્રમાદને દૂર કરવા માટે જ મુખ્યતયા યતનાના ઉપદેશનો અધિકાર છે. વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ જેને જીવવું હોય તેનું જીવન કેવું હોવું જોઈએ તે આ ગાથાઓથી જણાવ્યું છે. સાધુની જે છ પ્રવૃત્તિ અહીં બતાવી છે તેનાથી અતિરિક્ત પ્રવૃત્તિ સાધુની ન હોય, જે હશે તો તે અયતનામૂલક જ પ્રવૃત્તિ હશે. જતી વખતે પૂછીને જવું તે ગુરુના ઉપદેશથી થયેલી પ્રવૃત્તિ અને ઇર્યાસમિતિનું પાલન કરવાપૂર્વક જવું તે સુત્રની આજ્ઞા પ્રમાણેની પ્રવૃત્તિ. ઉપર જવું હોય, નીચે જવું હોય, વિહારાદિમાં આગળ જવું હોય તો તે માટે ગુરુને પૂછવું જોઈએ. ‘મને સમજાય છે તેથી પૂછવાની જરૂર નથી, મારી પાસે જેટલી સુઝ છે એટલી એમની પાસે નથી.’ આવા પ્રકારનું અભિમાન આજ્ઞાંકિત બનવા દેતું નથી. જ્ઞાની તેને કહેવાય કે જે પોતાના જ્ઞાનનો ઉપયોગ પોતાનું ધાર્યું કરવામાં ન કરે, પરંતુ જ્ઞાનીનું-ગુરુનું કહ્યું માનવામાં કરે.
સ0 ગુરુના વચને કરવાનું - એ બરાબર, પરંતુ સૂત્રની આજ્ઞા પણ સાથે મૂકી તો સૂત્રાજ્ઞાનો વિવેક શિષ્ય જાતે કરવાનો ?
- ગુરુએ શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું હોય તેથી તેટલો વિવેક તો શિષ્ય જાતે કરી શકે. ગુરુએ આદેશ કર્યા પછી પણ પ્રવૃત્તિ વખતે ગુરૂ હાજર ન હોય ત્યારે સૂત્રની આજ્ઞાથી કામ કરવું. ભિક્ષાચર્યાએ જતી વખતે ગુરને પૂછીને જવું, પરંતુ મકાનમાંથી બહાર નીકળ્યા બાદ ઇયસમિતિ પાળવાની, ગવેષણા, ગ્રહણૈષણા વગેરેના દોષો ટાળવાના... એ બધું સૂત્રની આજ્ઞા પ્રમાણે કરવાનું. ગુરુના આદેશને કરવા રૂપ વિનયને અનુસરવાથી સૂત્રોજ્ઞાનું જ્ઞાન પણ મળે છે અને યતના પણ જળવાય છે. સાધુપણું યતનામાં છે અને યતના ગુરુવિનયથી આવે છે. વિ.સં. ૨૦૧૪ની સાલમાં અમે આચાર્યભગવંત સાથે અમદાવાદ જ્ઞાનમંદિરમાં ચોમાસા માટે રહેલા. સાહેબ પોતે ચોથે માળે બિરાજમાન હતા. પૂ.આ.ભ.શ્રી. પ્રેમસૂ. મ. આદિ પાંચમે માળે બિરાજમાન હતા. અંડિલ જવાનું છ માળે હતું. અને ગોચરી- માંડલી વડીલોની નિશ્રામાં પાંચમે માળે જ બેસતી હતી. તે વખતે સાહેબ સવારે અંડિલ જાય તો
(૧૫૭)
Page #81
--------------------------------------------------------------------------
________________
પાછા ચોથે માળે આવે, વળતાં પાંચમે માળે વંદન કરતા આવીએ – એવું નહિ. અમે તો સવારે સ્થંડિલ જઈએ ત્યારે વળતાં વંદન કરી આવીએ. જ્યારે તેઓશ્રી ચોથે માળે આવીને પાછા વંદન-રાઇમુહપત્તી કરવા માટે પાંચમે માળે ચઢે. પાછું એમ પણ નહિ કે નવકારશી વખતે વાપરવા માટે જઈશુ ત્યારે વંદન કરી લઈશું. પાછા વાપરીને નીચે આવે અને વ્યાખ્યાન માટે જતી વખતે ગુરુને પૂછીને જવાનું તેથી વ્યાખ્યાન પહેલાં આજ્ઞા લેવા માટે પાછા ઉપર ચઢે. વાપરીને ઊતરતી વખતે વ્યાખ્યાનની રજા લેતા ઊતરવું – એવું ય નહિ. જે ક્રિયા જે કાળે કરવાની હોય ત્યારે જ કરવી અને તે વિનયપૂર્વક કરવી : એ યતના જાળવવાનો ઉપાય છે. આજે આવો વિનય જોવા મળે ? મહાપુરુષની મહાપુરુષતા પાછળ આ વિનયનું બળ કામ કરતું હોય છે. મહાપુરુષો આકાશમાંથી નથી આવતા, તેમનો જન્મ વિનયમાંથી થાય છે. સમર્થ જ્ઞાન, સમર્થ પુણ્ય, સમર્થ પરિવાર છતાં આવો વિનય સાચવવાનું કામ સહેલું નથી. તેઓશ્રીના હૈયામાં શાસન અને ગુરુ પ્રત્યેનું બહુમાન ઠાંસી-ઠાંસીને ભરેલું હતું. આજે યતના કે અયતનાનું જ્ઞાન નથી તેથી અયતનાનો ત્યાગ અને યતનાનું પાલન નથી થતું – એવું નથી. જ્ઞાન તો નવ્વાણું ટકા સાધુસાધ્વીને છે, પરંતુ એ જ્ઞાન પચ્યું નહિ, પરિણામ પામ્યું નહિ તેથી અયતના જીવનમાંથી નાબૂદ થતી નથી. ગુરુના ઉપદેશથી સૂત્રાજ્ઞાનુસારી જે શિસ્તબદ્ધ જીવન જિવાય છે તે આપણા માટે આશીર્વાદરૂપ છે. કામ બધું આપણે કરવાનું, પણ જવાબદારી આપણી એકે નહિ, આપણે છૂટાને છૂટા. જે ગુરુની આજ્ઞાથી બંધાય તેને માથે કોઈ જાતનો ભાર રહે જ નહિ તેથી મુક્તતાનો અનુભવ થાય. ગુરુને પૂછીને, ગુરુના ઉપદેશથી કર્યું હોય તો બધી જવાબદારી ગુરુની. અને આપણી ઇચ્છાથી કરીએ તો બધી જવાબદારી આપણી પોતાની ! આવી મૂર્ખાઈ કોણ કરે ? ગુરુની નિશ્રામાં રહેવું હોય તો ગુરુનો તાપ વેઠવો પણ પડે. ગુરુના નામનું અને શાસનના નામનું પુણ્ય બધું પચાવી પાડવું અને ગુરુનો તાપ વેઠવા તૈયાર ન થવું – એ ચાલે ? ગુરુનો ઉપદેશ અને સૂત્રાજ્ઞા આ બેનો મેળ જામે તો જ જયણા સચવાશે, નહિ તો અજયણા આવવાની જ.
જે
જેમ ચાલવાનું જયણાપૂર્વક છે તેમ ઊભા રહેવાનું પણ જયણાપૂર્વક કરવાનું છે. પવન આવે તેવી જગ્યાએ, બારીમાં તેમ જ લીલી વનસ્પતિ વગેરે ઉપર ઊભા ન રહેવાય. જો ઊભો રહે તો અયતનાના કારણે ક્લિષ્ટ કર્મનો બંધ કરે. (૧૫૮)
સ૦ બારી પાસે ઊભો રહે, પણ પવનમાં શાતા ન અનુભવે, અધ્યવસાય ન ભેળવે તો ચાલે ને ?
અધ્યવસાયની વાત તમને ફાવે ત્યારે લેવા માટે નથી. પ્રવૃત્તિનું નિવારણ કોઈ પણ રીતે શક્ય ન બને ત્યારે આત્માને બચાવવા માટે અધ્યવસાય ન ભેળવવાની વાત છે. તમને પ્રવૃત્તિ ટાળવી ન પડે માટે અધ્યવસાયમાં ચાલ્યા જાઓ એ ન ચાલે. જમાડતી વખતે પ્રવૃત્તિ ઓછી-વધતી હોય પણ અધ્યવસાય સારો હોય તો ચાલે ? રોટલી ભાવથી પીરસી હોય પણ કડક હોય, દાળ દાઝી ગઈ હોય, ભાત કાચા રહ્યા હોય તો ખાવું ફાવે ને ? જે દિવસે આવું ખાવું ફાવે ત્યારે અધ્યવસાયની વાત કરજો ! ત્યાં જેમ ભાવ સાથે પ્રવૃત્તિને મેળ છે તેમ અહીં પણ પ્રવૃત્તિ અને ભાવનો મેળ જામે તો વિનય આવ્યા વિના ન રહે. તમે વિનય કરો એ તમારા
હિત માટે છે, બાકી અમારે આવી કોઈ અપેક્ષા નથી. જેને સુધરવું છે, તેના માટે વાત છે; બાકીનાની તો અમે ઉપેક્ષા કરીશું. અયોગ્ય જીવો માટે ઉપેક્ષાજેવું એકે ઔષધ નથી. યોગ્યને કહેવું, અયોગ્યને કાંઈ ન કહેવું. એક વાર ઉપેક્ષા કરીએ તો ચાર દિવસે, આઠ દિવસે ઠેકાણું પડે. થોડી પણ યોગ્યતા પડી હશે તો તેને ગુરુની ઉપેક્ષાથી અકળામણ થયા વિના નહિ રહે. બાકી જે ઉપેક્ષાને પણ પચાવી લે તેના માટે કોઈ ઔષધ નથી. અયોગ્યને વારંવાર ટપારવામાં કોઈ લાભ નથી. કદાચ તેમાં દેખીતી રીતે પ્રવૃત્તિ સુધરી હોય, સંબંધ સુધર્યા હોય એવું લાગે. પરંતુ એ તો દ્રવ્યએકતા છે. કારણ કે એમાં હૈયું સુધરતું નથી. સ્વાર્થ ખાતર સંબંધ સુધારવા એ તો દ્રવ્યએકતા છે; આજ્ઞા ખાતર સંબંધ ન બગાડવા એ ભાવએકતા છે, જેને ગુરુની જરૂર હોય તેના માટે આ હિતશિક્ષા છે. ગુરુએ તમને મોક્ષે પહોંચાડવા માટે દીક્ષા નથી લીધી, તમારે મોક્ષે જવું હોય તો ગુરુ માર્ગ બતાવશે. ગુરુભગવંત તો ધર્માસ્તિકાયની જેમ સહાય કરે. જેને ચાલવું હોય તેને ધર્માસ્તિકાય સહાય કરે, બાકી ધર્માસ્તિકાયના કારણે તમે ચાલવા માંડો – એવું નહિ ને ? તેમ જેને મોક્ષે જવું હોય તેને ગુરુ સહાય કરે, જેને મોક્ષે જવું જ ન હોય તે ગુરુના કારણે મોક્ષે પહોંચી જાય : એવું તો ક્યારે ય ન બને. ચિત્રમુનિના જીવે બ્રહ્મદત્તચક્રવર્તીની ઉપેક્ષા કેવી કરી હતી ? પહેલાં ઘણું સમજાવ્યું. સાધુ ન થવાય તો શ્રાવકપણાનાં, માર્ગાનુસારીપણાનાં કર્તવ્યો કરવાનું જણાવ્યું. પણ જ્યારે ચક્રવર્તીએ કહ્યું કે ‘નીર અને તીરથી ઉભયથા ભ્રષ્ટ થયેલા કાદવમાં ખૂંચેલા હાથી જેવી મારી દશા છે.' (૧૫૯)
Page #82
--------------------------------------------------------------------------
________________
ત્યારે મુનિએ કહ્યું કે – “મોદ કો ત્તિઃ વિપ્પનાઓ' તારી સાથે આટલો વિપ્રલાપ-વાત્તાંલાપ મેં વ્યર્થ કર્યો, નકામો કર્યો !
સ૦ આવો તિરસ્કાર કેમ કર્યો ?
યોગ્યનો અવસરે તિરસ્કાર કર્યો હોય તો તેને લાગી આવે, તેથી પણ બચવાની તક ઊભી રહે – તે આશયથી મહાપુરુષો તિરસ્કાર કરતા હોય છે. મહાપુરુષોની દરેક પ્રવૃત્તિમાં સામાની હિતચિંતા સમાયેલી હોય છે. તેઓએ ચક્રવર્તીના સમ્યક્ત્વની પ્રશંસા કરી હોત તો તેમાં જ રાજી થાત. તેના બદલે તિરસ્કાર કરે તો થોડો પશ્ચાત્તાપ થાય ને ? નિયાણાના ફળરૂપે નરકમાં જવાનું જ હતું પણ પછી એ અનુબંધ તૂટી જાય અને આગળ ન ચાલે તેના માટે આ ક્ષણવારનો પશ્ચાત્તાપ પણ કામ લાગે ને ? તેમ તમે પણ બાર વ્રત ઉચ્ચરીને જાઓ ત્યારે ગુરુભગવંત મોઢું બગાડે તો લાયક જીવને એમ થાય ને કે ‘બાર વ્રત લીધાં એ તેમને ગમ્યું લાગતું નથી, તેથી મારે દીક્ષા માટે તૈયાર થવાની જરૂર હતી.' તમે વ્રતમાં સંતોષ માની ન લો અને આગળ વધો એ માટે આચાર્યભગવંત નારાજી પણ બતાવે. તમને તમારા ધર્મમાં અસંતોષ થાય તો તમે આગળ વધો ને ?
સ૦ ભગવાને આનંદ, કામદેવ વગેરેને શ્રાવકવ્રત આપ્યું ને ?
આપ્યું, પણ સમજાવ્યું શું ? સાધુ થવાનું જ ને ? એક વાર આચાર્યભગવંતે કહેલું કે – સમવસરણમાંથી પાછા વળનારાને લોકો પૂછે કે - ‘શું કરી આવ્યા ?’ તો પેલા વ્રત લીધાં હોવા છતાં એમ ન કહે કે 'બાર વ્રત ઉચ્ચરીને આવ્યો.’ એ તો કપાળે હાથ મૂકીને કહે કે ‘હું કમનસીબ, તેથી પાછો આવ્યો, બાકી તો ત્યાં જ બેસી જવા જેવું હતું. મારી સામે કેટલાય આત્માઓ દીક્ષા ગ્રહણ કરીને બેસી ગયા, હું લઈ ન શક્યો તેથી પાછો આવ્યો’... તમને ધર્મમાં સંતોષ છે પણ ધનમાં સંતોષ નથી ને ? તમારા કરતાં બાજુવાળો વધારે કમાય તો એ ખમાય ?
સ૦ ભાઈ વધારે કમાય એ ય ખમાતું નથી.
ભાઇ વધારે નથી કમાતો, પુણ્ય વધારે કમાય છે. પુણ્યથી વધારે મેળવાશે પણ નહિ અને ભોગવાશે પણ નહિ : આટલી શ્રદ્ધા કેળવી રાખવી. જેના નસીબમાં
(૬૦)
-
નથી હોતું તેને ભગવાન વરસીદાનમાં આપે તો ય તેમાંથી દેવતાઓ પાછું ખેંચી લેતા હોય છે. દીક્ષા તો લઈ શક્યા નથી પણ આટલી શ્રદ્ધાથી પણ ભ્રષ્ટ થવું પડે એટલી હદે નથી પહોંચવું. ભગવાનના શાસન ઉપર, પુણ્ય-પાપ ઉપર વિશ્વાસ નથી ! આ તો ભાઈની સામે, સગાની સામે પણ કોર્ટે ચઢે ! આવાની શ્રદ્ધાનું દેવાળું નીકળી ગયું છે એમ માનવું પડે ને ? આજે નિયમ આપી
દઉં કે અહીં બેસેલા અર્થ-કામ માટે તો કોઈ કાળે કોર્ટે ચઢે જ નહિ.
સ૦ ન્યાય માટે પણ નહિ જવાનું ?
આપણને કોઈ અન્યાય કરતું જ નથી, આપણું કર્મ જ અન્યાય કરાવે છે. અને એ કર્મ પણ આપણે બીજા પર અન્યાય કરીને બાંધ્યું છે. આપણા કર્મ વિના કોઇ આપણને અન્યાય કરી ન શકે. આપણે કોઈના પડાવી લીધા હતા તેથી જ તેણે આપણા પડાવ્યા છે. આપણે કોઈને આપવાના બાકી હતા તેથી તેણે પાછા લઈ લીધા. આપણે જ આપણી જાતને અન્યાય કર્યો હોય તો બીજા પાસે ન્યાય માંગવાનો શો અર્થ ? ભગવાનના શાસનમાં વગર ગુનાની સજા હોતી જ નથી. શ્રી મહાવીર પરમાત્માને પણ દુ:ખો આવ્યાં તો તેઓશ્રીએ એ પ્રમાણે જણાવ્યું હતું કે ત્રીજા ભવમાં મેં આ પ્રમાણે કર્મ ઉપાર્જેલું, સોળમા ભવે આ પ્રમાણે કર્મ ઉપાર્જેલું. જ્યારે આપણે ‘ભાઈ દુઃખ આપે છે, મિત્ર દુઃખ આપે છે, પત્ની દુ:ખ આપે છે, સહવર્તીઓ દુ:ખ આપે છે' – એવું માનીએ તે ચાલે ? આપણે કોઈનો પ્રતિકાર કરવો જ નથી. કોઈ ઉઘરાણી ન આપે તોય માંગવી નથી.
સ∞ તો સંસારમાં બેઠા જ હોત શા માટે ?
હવે સમજાયું કે તમારામાં સુધારો કેમ નથી થતો ! અમને તો એમ કે આ લોકો સંસારથી છૂટવા માટે ધર્મ કરે છે. હવે ખબર પડી કે આ તો સંસારમાં રહેવાની જ વાત કરે છે. જેને સંસારમાં જ બેસવું હોય તે અધર્મ છોડે શા માટે ? શાસ્ત્રમાં કહ્યું છે કે અધર્મ કરવો એ સંસારનો માર્ગ છે, ધર્મ કરવો એ મોક્ષનો માર્ગ છે : ચેન છું તેન શમ્યતામ્ (જે રસ્તો ઇષ્ટ હોય તે રસ્તે જવું.) જેને સંસારમાં જ રહેવું હોય તેણે ધર્મ કરવાની જરૂર નથી.
આ ઉપદેશ-અધિકારમાં સાધુભગવંતની ચર્યા કેવી હોય અને કેવી ન હોય તે જણાવ્યું છે. વીતરાગપરમાત્માએ બતાવેલા આચારોનું પાલન જેટલું આપણે (૧૬૧)
Page #83
--------------------------------------------------------------------------
________________
અધિક અધિક કરીશું તેટલી આપણા કુળની, ઉચ્ચ ગોત્રની, આપણા વડીલોની શોભા વધવાની છે. કોઈ કહે તેની પહેલાં આપણે જાતે સુધરી જવું છે. દુનિયાના લોકો કઈ રીતે જીવે છે - એ જોયા કરે તે પ્રતિજ્ઞાનું પાલન ન કરી શકે. લોકોની સામે જેવું નથી, શરીર સામે પણ જોવું નથી, માત્ર આત્મા સામે જોઈને ચાલવું છે. જેઓ ઉત્તમ કુળમાંથી આવેલા છે, ઉત્તમ સંસ્કારો લઈને આવ્યા છે, લોકોત્તર માર્ગના આરાધક છે, છઠ્ઠા-સાતમા ગુણઠાણાના ધણી છે તેઓને પણ ચાલવાનું, બેસવાનું, ઊભા રહેવાનું, ખાવાનું કે બોલવાનું નિયંત્રણ બતાવે તો તેમના માટે લજ્જાસ્પદ ગણાય ને ? કુલીન લોકોને આ બધું શીખવવું પડે – એ તેમના પ્રત્યેની અવિશ્વાસની લાગણીને સૂચવનાર છે ને ? પરંતુ આમાં અવિશ્વાસની લાગણી નથી, આપણી સલામતીનો સવાલ છે. ગયેલા દોષો ક્યારે પાછા ઊભા થાય તે કહેવાય નહિ, તેથી આ નિયંત્રણ જણાવ્યું છે. ચારિત્રધર પ્રત્યે અવિશ્વાસ છે એવું નથી, પરંતુ સુખની લાલચે ભયંકર છે. સુખની આસક્તિ હલ્લો કરે અને તેથી આપણે પ્રતિજ્ઞાભ્રષ્ટ થઈ જઈએ, માર્ગથી ખસી જઈએ, ઉન્માર્ગગામી બની જઈએ : એવું ન બને તે માટે આ ઉપદેશ છે. તમે પણ દીકરો બહારગામ જતો હોય તો તેને કહો ને કે - ‘ભાઈ સંભાળીને જજે.' આ અવિશ્વાસની લાગણી છે કે સુરક્ષાની?
ત્યાં ‘સંભાળજે' કહેનારા ગમે અને અહીં જો ગુરુભગવંત કહે કે ‘આમ ન બેસાય, આમ ન બોલાય...' તો એમ થાય કે ‘અમને એટલી ય ખબર નહિ પડતી હોય ?' દીક્ષા લીધા પછી જેમ દુ:ખ ભોગવવાનાં નિમિત્તો મળે તેમ સુખશીલતાનું પોષણ થાય એવાં નિમિત્તો પણ જોઈએ એટલાં મળે છે, તેથી જ આટલી સાવધાની રાખવાનું જણાવ્યું છે. ગૃહસ્થપણામાં તો કામ જ એટલાં હોય કે વિકથા કરવાનો ટાઇમ ન મળે જ્યારે અહીં તો વિકથા કરવાનો પૂરતો ટાઇમ મળે ! ત્યાં વિગઈઓ પરિમિત વાપરતા, જ્યારે અહીં તો વાપરવી હોય તો અપરિમિત વિગઈઓ વાપરી શકાય ! ત્યાં તો સૂવાનો સમય પણ મર્યાદિત, જ્યારે અહીં તો છ કલાકની નિદ્રા તો સત્તાવાર લે અને વ્યાખ્યાન, વાચના, પ્રતિક્રમણ, સ્વાધ્યાય કરતાં કરતાં જે ઝોકાં ખાય તે વધારામાં ! આમ તો બધી ભેગી કરીને દિવસ-રાતની છ કલાક નિદ્રા ગણવાની હતી, એના બદલે આ તો રાતના છ કલાક ગણે, દિવસની તો ગણે જ નહિ – એ ચાલે ? સુખ ભોગવવાનું મન થાય તો અયતના આવવાની જ. તેથી યતનાનું પાલન કરવું હોય તો સુખ ભોગવવાની વૃત્તિ ટાળવી પડશે.
જમતી વખતે પણ કાગડા વગેરેની જેમ ન ખાવું. કાગડો તો ઘડીકમાં અહીં ચાંચ મારે તો ઘડીકમાં ત્યાં ચાંચ મારે. એક વસ્તુ હાથમાં લીધેલી હોય તે પૂરી ન કરે, અધૂરી રાખીને બીજી હાથમાં લે, એવું સાધુ ન કરે. ઘડીકમાં રોટલી વાપરે તો ઘડીકમાં શાક વાપરે, વચ્ચે ચટણી કે પાપડ વાપરે... આ કાક-ભોજન છે. જે વાપરવા લીધું તે પૂરું કરીને બીજું હાથમાં લેવું તેને સિંહભોજન કહેવાય. રોટલી વાપરવાની પૂરી કરીને પછી શાક વાપરવાનું, બે ભેગાં કરીને ન વાપરવાં : એ યતનાપૂર્વકનું ભોજન કહેવાય.
બોલતી વખતે પણ ગૃહસ્થની ભાષામાં ન બોલવું તેમ જ નિષ્ફર ભાષાથી ન બોલવું. વચનમાં કઠોરતા ન હોવી જોઈએ. કોઈ વાર વચનમાં કડકાઈ હોય તોપણ હૈયાના ભાવ કઠોર ન હોવા જોઈએ. સામા પ્રત્યેના દ્વેષથી જે ભાષા બોલાય છે તે નિષ્ફર ભાષા છે. દ્વેષપૂર્વક બોલાયેલાં વચનો કોમળ હોવા છતાં તે નિષ્ફરભાષાને ટપી જાય એવાં હોય છે, તેથી એવી ભાષામાં સાધુ ન બોલે. સાધુ આજ્ઞાપની ભાષામાં ન બોલે. ‘આ લો, આ મૂકો, આ લાવો, આ આપો’ આવું ન બોલાય. નાનાને ‘આટલું કરી આપશો ?' એમ કહેવું. ‘આટલું લેતાં આવજો' ન કહેવું, ‘આટલું લેતાં આવશો ?” એમ નમ્રતાથી પૂછવું. અને વડીલને તો ‘મારી ઉપર કૃપા કરીને આટલું કરી આપશો’ એમ વિનંતિના સ્વરે કહેવું. સાધુપણાના પ્રત્યેક આચારમાં વિનય નીતરતો દેખાય. આવી ભાષા વાપરે તો કોઈ ઝઘડાટંટા કે ફ્લેશકંકાસ થાય નહિ, પરમશાંતિનું ધામ હોય એવું લાગે. જોનારને પણ સાધુપણા પ્રત્યે બહુમાન જાગે. આ બધું યોગ્યને કહેવાય. અયોગ્યની તો ઉપેક્ષા કર્યે જ છૂટકો. યોગ્યને વગર ગુને દસ વાર ફટકારશો તોપણ તે વધુ યોગ્ય બનશે. સોનાને ગરમ કરીએ તો વધુ નિર્મળ બને ને ? બરફ તપાવીએ તો ઓગળીને પાણી થઈને ઊડી જાય. તેમ અયોગ્યને ફટકારીએ તો વધુ અયોગ્ય બને, અયોગ્યની ઉપેક્ષા કરવાનું અમને આચાર્યભગવંતે શીખવેલું. એક વાર વિહારમાં દોષિત ગોચરી વાપરવી ન પડે તેથી કેટલાક સાધુઓ વિહાર કરીને આગળ જવા તૈયાર થયેલા. તે વખતે આચાર્યભગવંત પછીના જે પ્રવર્તક મહાત્મા હતા તેમણે સાધુઓને પૂછયું કે ‘તમે સાહેબને પૂછ્યું ?' પેલા સાધુઓએ કહ્યું, ‘હા, પૂછ્યું.' પ્રવર્તક મહાત્માએ આચાર્યભગવંતને આવીને પૂછ્યું કે આ સાધુઓ આપની રજા લઈને નીકળ્યા છે ?' ત્યારે આચાર્યભગવંતે ના પાડી. આથી
(૧૬૩)
Page #84
--------------------------------------------------------------------------
________________
પેલા પ્રવર્તક મહાત્માએ તે સાધુઓ સાથે ‘આ રીતે જવું યોગ્ય નથી' એમ સમજાવવા માટે અડધો કલાક સુધી ચર્ચા કરી. છેવટે આચાર્યભગવંતે એ પ્રવર્તક મહાત્માને કહ્યું કે - ‘એ તો અજ્ઞાની છે, તારામાં તો સમજ છે ને ? જે યોગ્ય હોય તેને અટકાવાય, અયોગ્યને કશું કહેવાનો અર્થ નથી.” આપણે આપણી યોગ્યતા પુરવાર કરી આપીએ તો કોઈ વડીલ આપણી ઉપેક્ષા ન કરે.
સૂવાનું કામ પણ અસમાહિત મનથી ન કરવું. મનની સ્વસ્થતા અને ભગવાનની આજ્ઞા જળવાઈ રહે એ રીતે સૂવું. મોક્ષમાં ચિત્તનું અવસ્થાન રહે તેનું નામ સમાધિ. ચિત્તને મોક્ષમાં રાખવા માટે સૌથી પહેલાં ભગવાનની આજ્ઞામાં ચિત્તને રાખવું જરૂરી છે. જેનું ચિત્ત ભટક્યા કરે તેની નિદ્રા યતનાપૂર્વકની ન હોય.
સ૦ ચિત્ત સ્થાયી રહે ખરું ?
તો શું ભગવાને અશક્ય વસ્તુનો ઉપદેશ આપ્યો છે ? ચિત્ત સ્થાયી રહી શકે એવું છે તેથી જ ભગવાને મોક્ષમાં, મોક્ષના ઉપાયમાં ચિત્તને સ્થાયી રાખવાનું કહ્યું છે. ચિત્તની સ્થિરતા તો અનુભવસિદ્ધ છે. ખાતી વખતે, વાતો કરતી વખતે, ધંધામાં ચિત્ત સ્થિર હોય છે ને ? માત્ર પૂજા કરતાં, પ્રતિક્રમણ કરતાં, સામાયિક કરતાં ચિત્ત સ્થિર રહેતું નથી ; ખરું ને ? ચિત્તની સ્થિરતા નવી નથી કેળવવાની, માત્ર એનો વિષય બદલવાનો છે. જેઓ મોક્ષમાં જવા નીકળ્યા હોય, મોક્ષે જવાનો અધ્યવસાય જેમનો પાકો હોય તેઓ સૂતી વખતે પણ મોક્ષમાં ચિત્ત રાખીને સૂએ. તમારે ચાર વાગ્યાની ટ્રેઇન પકડવી હોય તો કેવી રીતે ઊંધો ? તે રીતે સાધુ કાયમ ઊંધે. જાગતા જેવો સૂતો હોય તે અપ્રમત્તપણે નિદ્રા લેનારો કહેવાય. સાધુભગવંત દિવસે નિદ્રા લે અથવા તો રાત્રે છ કલાકથી વધુ નિદ્રા લે તો તે અયતનાવાળી નિદ્રા કહેવાય.
સવ છ કલાકની નિદ્રામાં તો વાંધો નહિ ને ?
નિદ્રા લેવી એ પણ એક પ્રકારની સુખશીલતા છે. તેથી સાધુભગવંત નિદ્રાને ઇચ્છે નહિ. ઊંધ્યા વગર ચાલે એવું હોય તો સૂવું જ નથી. ગજસુકુમાલમુનિના માથે પહેલી જ રાત્રે માથે સઘડી મુકાઇ, તેમણે ઊંઘ લીધી જ નહિ ને ? તેમણે રાજકુળમાં ન સૂવાનો, જાગતા રહેવાનો અભ્યાસ પાડ્યો ન હતો. અભ્યાસ વિના
પણ અપ્રમત્તપણે જીવી શકાય. દિવસે કદાચ સૂવું પડે તો ગુરુભગવંતને પૂછીને સૂવું. આ તો ગુરુ ના પાડે તો કહે કે અત્યારે નહિ ઊંધું તો વ્યાખ્યાનમાં, વાચનામાં, પ્રતિક્રમણમાં ઊંઘ આવશે !'
સ0 ખરેખર વ્યાખ્યાનાદિમાં ઊંઘ આવતી હોય તો શું કરવું ?
ઊભા થઈ જવાનું. ખમાસમણાં દેવાનાં, પ્રદક્ષિણા દેવાની એટલે ઊંઘ ઊડી જાય. ઊંઘ ન આવે એ માટે પહેલાં ઊંઘી થોડું જવાય ? ફળની ઇચ્છા મોળી પડે તો ઊંઘ આવે. ફળની ઇચ્છા ઉત્કટ બને તો નિદ્રા ઊડી જાય. તમે લોકો માર્ચ એંડિંગમાં શું કરો ? ઉજાગરા કરો ને ? જરૂર પડે તો છ કલાકની નિદ્રા લેવાની, જરૂર ન પડે તો નહિ સૂવાનું, દિવસે અત્યંત માંદગી વગેરે કારણ સિવાય સૂવું નહિ. ભગવાનની આજ્ઞા પાળીએ તો લોકોના હૈયા ઉપર સાધુપણાની છાયા પડે, બહુમાનભાવ જાગે. આ જ પ્રકારની પ્રવૃત્તિમાં સ્વાધ્યાય, આહાર, વિહાર, નિહાર, નિદ્રા વગેરે દરેક ક્રિયાઓ સમાઈ જાય. આ બધી જ પ્રવૃત્તિ યતનાપૂર્વકની હોય તો કર્મનિર્જરાનું કારણ બને. બાકી અયતનાપૂર્વકની સાધુચર્યા પણ લિસ્ટ કર્મના બંધ દ્વારા દુર્ગતિનું કારણ બને છે.
સહ દુર્ગતિનું કારણ બને ?! - ઈંજેકશન આપતાં ન આવડે તો ગાંઠ થાય ને ? મરણ પણ થાય ને ? સારામાં સારું ઔષધ પણ યોગ્ય રીતે લેતાં ન આવડે તો તેનાથી રોગ વકરે ને ? ધર્મ કરીને મોક્ષમાં જનારા કરતાં ધર્મ કરીને દુર્ગતિમાં જનારાની સંખ્યા ઓછી નથી. તેથી જ શાસ્ત્રકારો વારંવાર ઉપદેશ આપે છે. આ બધું સાંભળીને આપણા જેવા હોત તો શું કહેત ? ‘આપણાથી તો આ બધું શક્ય નહિ બને' એમ કહીને ઘરભેગા થઈ જાત ને ? આ શિષ્ય સારો છે. તેને ચારિત્ર પાળીને મોક્ષે જવું છે તેથી પ્રશ્ન પૂછે છે કે જો અયતનાપૂર્વક ચાલવા-ઊઠવા-બેસવાથી પાપકર્મ બંધાય છે તો કઈ રીતે ચાલવા વગેરેની પ્રવૃત્તિ કરવી ? તેના નિરાકરણમાં આચાર્યભગવંત જણાવે છે કે જયણાપૂર્વક ચાલવા વગેરેની ક્રિયા કરે તો પાપકર્મ બંધાતું નથી...
कहं चरे कहं चिढे कहमासे कहं सए । कहं भुंजतो भासंतो पावं कम्मं न बंधड़ ? ।।७।।
Page #85
--------------------------------------------------------------------------
________________
जयं चरे जयं चिट्टे जयमासे जयं सए । जयं भुंजंतो भासंतो पावं कम्मं न बंधड़ ||८||
કઈ રીતે ચાલે, કઈ રીતે ઊભો રહે, કઈ રીતે બેસે, કઈ રીતે સૂઈ જાય, કઈ રીતે આહાર કરે અને કઈ રીતે બોલે તો પાપ-કર્મ ન બંધાય ? આચાર્યભગવંત કહે છે કે જયણાપૂર્વક ચાલે, જયણાપૂર્વક ઉભો રહે, જયણાપૂર્વક બેસે, જયણાપૂર્વક સૂએ, જયણાપૂર્વક આહાર કરે અને જયણાપૂર્વક બોલે તો પાપકર્મ ન બંધાય. જયણાપૂર્વક ચાલવું એટલે સૂત્ર-શાસ્ત્રમાં જે ઉપદેશ આપ્યો હોય અર્થાત્ જે ક્રિયાઓ કરવાનું વિધાન શાસ્ત્રમાં કર્યું હોય તે ક્રિયા માટે જ જવું અને જતી વખતે ઈર્યાસમિતિનું પાલન કરવાપૂર્વક જવું. જે ક્રિયા શાસ્ત્રવિહિત નથી તેવી ક્રિયા માટે ઇર્યાસમિતિનું પાલન કરવાપૂર્વક ચાલવામાં આવે તોપણ યતના સચવાતી નથી. અયતનાનું ફળ જણાવતાં આ વાત જણાવેલી, છતાં યતનાના પાલન વખતે આ વાત ફરી યાદ કરાવી છે, કારણ કે શાસ્ત્રવિહિત ક્રિયાઓ કરવી, એના પર ભાર આપવો છે. જ્ઞાન, દર્શન કે ચારિત્રની આરાધના માટે જવું તે સૂત્રોપદેશ. તે સિવાયના કાર્ય માટે સાધુ ન જાય.
સ૦ કોઈને સમાધિ આપવા જવાય ?
જવાય, પણ ક્યારે ? દર્દી ભાનમાં હોય - શુદ્ધિમાં હોય ત્યારે. આખી જિંદગી જેણે સમાધિમાં કાઢી હોય તેને મરતાં સમાધિ આપવી ન પડે. એક વાર દુ:ખ વેઠવાનો અધ્યવસાય કેળવી લઈએ તો સમાધિ આપોઆપ મળશે. દવા લીધા વિના સમાધિ રહેતી હોય તો દવા પણ લેવી નથી. દવા ચારિત્રની પુષ્ટિ માટે નથી તેમ જ શરીરની પુષ્ટિ માટે પણ નથી. અસહિષ્ણુતાના કારણે દવા લેવાનો વખત આવે છે. આહાર જેમ સંયમની પુષ્ટિ માટે છે તેમ દવા સંયમની પુષ્ટિ માટે નથી. સંયમની પુષ્ટિ તો રોગ સહન કરવાથી થાય છે. રોગ થયા પછી સૌથી પહેલાં આહારમાં ફેરફાર કરવો. હિત-મિત-પથ્ય આહાર લેવા છતાં ફરક ન પડે અને રોગ અસહ્ય બને તો અપવાદપદે દવા લેવી. અપવાદ સંયમને ટકાવવા માટે છે, સંયમની પુષ્ટિ માટે નહિ : એટલું યાદ રાખવું. એ જ રીતે યતનાપૂર્વક ઊભા રહેવું કે બેસવું એટલે હાથપગ વગેરે અંગોપાંગ સંકોચીને ઉપયોગપૂર્વક બેસવું. યતનાપૂર્વકની નિદ્રા એટલે પ્રતિક્રમણ કર્યા બાદ સ્વાધ્યાય કરીને પછી ઉપયોગપૂર્વક
સૂવું. યતનાપૂર્વકનું ભોજન એટલે છ કારણ ઉપસ્થિત થાય ત્યારે જ વાપરવું, પ્રણીત આહાર ન લેવો, પ્રમાણોપેત એટલે કે પુરુષોએ બત્રીસ કોળિયા જેટલો અને સ્ત્રીઓએ અઠ્યાવીસ કોળિયાથી વધુ આહાર ન લેવો. તેમ જ સંયોજના કર્યા વિના આહાર લેવો. દરેક વસ્તુ એકલી વાપરવી તે સિંહભોજન અથવા બધી વસ્તુનો ભેગો પિંડ કરવો કે જેથી સંયોજના કરવાનો વખત જ ન આવે. એ જ રીતે યતનાપૂર્વકની ભાષા એટલે અવસરે બોલવું, સાધુની ભાષામાં બોલવું અને મૃદુતાથી બોલવું. કાળઝામ એટલે અયોગ્ય કાળે ન બોલવું. સાધુભાષાથી એટલે અયોગ્ય રીતે ન બોલવું અને મૃદુ બોલવું એટલે અયોગ્ય શબ્દનો પ્રયોગ ન કરવો. ભગવાને આટલો સરસ માર્ગ બતાવ્યો છે તો આપણે મૂરખ છીએ કે ઇચ્છા મુજબ જીવીને સંસારમાં ભટકીએ ? થોડો મોહ ઓછો કરી નાંખીએ અને ભગવાનની વાત કાને ધરીએ તો આપણું કામ થઈ જાય, વહેલી તકે મોક્ષે પહોંચી જઈએ. રોગનું નિદાન થયું હોય, ડોકટર સારા મળી ગયા હોય, અકસીર દવા આપી હોય અને તેનું સેવન સમયસર વિધિ મુજબ કરીએ તો રોગ જતાં કેટલી વાર લાગે ? એક વાર શરૂઆત કરી લઈએ પછી ન ચલાય તો વિચાર કરવાનો. ઉત્સર્ગમાર્ગે ચાલી ન શકાય ત્યારે અપવાદનો વિચાર કરવાનો, શરૂઆત અપવાદથી ન કરાય. સમજવા બેઠા હોઈએ તો ઉત્તમ માર્ગ જ સમજી લેવો જોઈએ. ઘરમાં જવું હોય તો પાઇપ ઉપરથી ચઢીને બારીમાંથી પણ જવાય, પરંતુ કોઈ રસ્તો પૂછે તો દાદર જ બતાવાય ને ? પાઇપ ઉપર ચઢીને જવું એ માર્ગ ન કહેવાય ને ? હજી તો શરૂઆત હોય તેમાં અપવાદની વાત કરે - એ ચાલે ? પહાડ ચઢવાની શરૂઆત કરે એ પહેલે જ પગથિયે બેસી જાય તો પહાડ ચડે કઈ રીતે ? પાંચ મેરુ જેવાં પાંચ મહાવ્રતના ભારને વહન કરવો હોય તો સત્ત્વ અને ધૈર્ય કેળવવું જોઈએ ને ?
આ રીતે યતનાપૂર્વક ચાલવા, ઊઠવા, બેસવા વગેરેની ક્રિયા કરનાર સાધુ વિહિત અનુષ્ઠાન કરવામાં તત્પર હોવાથી આશ્રવ વગરનો હોય છે અને આ રીતે નિરાશ્રયી બનેલા સાધુભગવંત અકુશલાનુબંધી એવાં જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધતા નથી. હવે આ યતનાનો પરિણામ કઈ રીતે આવે છે તે જણાવવા દ્વારા નિરાશ્રયપણાનો હેતુ બતાવે છે :
(૧૬૭)
Page #86
--------------------------------------------------------------------------
________________
सव्वभूयप्पभूअस्स, सम्मं भूयाई पासओ । पिहिआसवस्स दंतस्स, पावं कम्मं न बंधइ ।।९।।
બધા આત્માઓને પોતાના સમાન ગણનાર સાધુ પૃથ્યાદિ જીવોને સમ્યમ્ રીતે અર્થાત્ વીતરાગપરમાત્માએ જેવા જણાવ્યા છે તેવા માનતો હોવાથી ઇન્દ્રિય અને મનનું દમન કરવા દ્વારા પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રવનો નિરોધ કરનારો બને છે તેથી તેને ક્લિષ્ટ કર્મનો બંધ થતો નથી. ‘બધા જીવો મારા જેવા છે, મને જેમ દુ:ખ નથી ગમતું તેમ કોઈને દુ:ખ નથી ગમતું. તેથી મને પીડા થાય તો ભલે, મારે બીજાને પીડા નથી આપવી.'... આવી વિચારણા જેની હોય તે પૃથ્યાદિને વિષે અયતનાપૂર્વક વર્તી જ ન શકે. બધા જીવોને જીવ તરીકે જોતો એવો તે સાધુ મનથી વચનથી કે કાયાથી કોઈને પીડા કરતો ન હોવાથી તેનાં આશ્રયસ્થાનો ઢંકાયેલાં હોય છે. આશ્રવથી રહિત બન્યા પછી ઇન્દ્રિયો અને મનનું દમન કરતાં ન આવડે તો આશ્રવો પાછા આવ્યા વિના ન રહે તેથી સાધુનું દાંત’ વિશેષણ આપ્યું. આ રીતે યતનાનું પાલન કરવા માટે સર્વ જીવોને અર્થાત્ એકેન્દ્રિયથી માંડીને બધા જ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને પોતાના આત્મા સમાન ગણવાની અને ઇન્દ્રિયોનું દમન કરવાની જરૂર છે.
આ પ્રમાણે પાપકર્મના અબંધની વાત સાંભળીને શિષ્યને એમ થાય કે – ‘આ માર્ગ જ સારો છે. બધા જીવોને વિષે યતના-દયાભાવ રાખવામાં જ પ્રયત્નશીલ બનવું, તેથી હવે જ્ઞાનાભ્યાસ વડે સર્યું. ભણવાની કડાકૂટ નહિ, ચારિત્ર પાળીને તરી જઈશું...’ આવો મતિવિભ્રમ અપરિકર્મિતમતિવાળાને થઈ જાય તો તે વિભ્રમને દૂર કરવા જણાવે છે :
पढमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए । अन्नाणी किं काही, किंवा नाहीइ छेअपावगं ॥१०॥
સ્વરૂપનું જ્ઞાન મેળવવું પડે, જીવોના સંરક્ષણના ઉપાયનું જ્ઞાન મેળવવું પડે તેમ જ જીવના સંરક્ષણનું ફળ શું છે તેનું પણ જ્ઞાન મેળવવું જરૂરી છે. આ રીતે જીવના વિષયનું જ્ઞાન મેળવે તેને સંયમ જ એકાંતે ઉપાદેય છે એવું લાગ્યા વિના ન રહે અને તેથી સંયમના પાલનમાં તે ભાવપૂર્વક પ્રવર્તી શકે છે. આના ઉપરથી નક્કી છે કે જીવોનું જ્ઞાન મેળવ્યા વિના અને એ જ્ઞાન દ્વારા સંયમમાં જ માત્ર ઉપાદેયબુદ્ધિ પ્રગટ્યા વિના જે ચારિત્રનું પાલન થાય તે દ્રવ્યથી થાય છે. એવા ચારિત્રનું પાલન કરનારો સંયત કહેવાતો નથી. જેને જીવોના સ્વરૂપનું જ્ઞાન નથી, જીવના સંરક્ષણના ઉપાયનું જ્ઞાન નથી અને એ સંરક્ષણના ફળનું જ્ઞાન નથી તેવો અજ્ઞાની ચારિત્ર લેવા છતાં આશ્રવનો નિરોધ, સંવરભાવની પ્રાપ્તિ કે કર્મની નિર્જરા આવી કોઈ જ પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરી શકતો નથી. અજ્ઞાનીને અહીં અંધતુલ્ય ગણ્યો છે. જેમ આંધળા માણસ પાસે પ્રવૃત્તિ કે નિવૃત્તિના કારણભૂત આંખો ન હોવાથી તે કોઈ પણ વિષયમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરી શકતો નથી અને જે કાંઈ પ્રવૃત્તિનિવૃત્તિ કરે તે ફળદાયી બનતી નથી તે જ રીતે અજ્ઞાનીની ચારિત્રની ક્રિયા ફળદાયી બનતી નથી, નિષ્ફળ જાય છે. કારણ કે આંખ વિના જેમ સારાનરસાનું જ્ઞાન નથી થતું તેમ જ્ઞાન વિના હિતાહિતનો, હેયોપાદેયનો વિવેક કરી શકાતો નથી. આથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે - જ્યાં સુધી જ્ઞાન ન મળે ત્યાં સુધી ગીતાર્થની નિશ્રામાં જ વિહાર કરવો. આંધળો માણસ જેમ દેખતાની સહાય લઈને ચાલે તો જ અનર્થથી બચી શકે તેમ અજ્ઞાની જ્ઞાનીની નિશ્રામાં રહે તો જ અનર્થથી બચે. તેથી ચારિત્રની જેમ જ્ઞાન પણ પ્રધાનપણે ઉપાદેય છે માટે જ્ઞાનાભ્યાસ પણ કરવો જ જોઈએ.
આ રીતે કલ્યાણકારિતાનું કે પાપકારિતાનું જ્ઞાન ઉપાદેય છે એ જણાવ્યા બાદ હવે એ જ્ઞાનપ્રાપ્તિનું સાધન ગુરુભગવંત પાસે ધર્મનું શ્રવણ કરવું તે જ છે એ જણાવે છે :
सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं । उभयपि जाणइ सोच्चा जं सेयं तं समायरे ।।११।।
હેતુ સ્વરૂપ અને અનુબંધથી જીવાદિનું સ્વરૂપ સાંભળીને કલ્યાણકારી એવા સંયમનું જ્ઞાન થાય છે અને પાપકારી અસંયમનું પણ જ્ઞાન થાય છે. આમ સંયમ
(૧૬૯)
પ્રથમ જ્ઞાન પછી દયા-ચારિત્ર : આ પ્રમાણે સર્વ પ્રકારે સંયત રહે છે. અર્થાત્ સંયતનું સંયમ દરેક સ્થાને જ્ઞાનપૂર્વકની ક્રિયા વડે જ ટકે છે. જે અજ્ઞાની હોય તે શું કરી શકવાનો ? કલ્યાણ કે અકલ્યાણને - હિતાહિતને કઈ રીતે જાણી શકવાનો ? જીવોને વિષે યતનાનો પરિણામ પેદા કરવા માટે સૌથી પહેલાં જીવના
(૬૮) =
Page #87
--------------------------------------------------------------------------
________________
અને અસંયમ : બંનેનું જ્ઞાન શાસ્ત્રના શ્રવણથી જ થાય છે, એ સિવાય બંનેના જ્ઞાનનો કોઈ ઉપાય જ નથી : આ પ્રમાણે જાણીને જે અવસરોચિત શ્રેયસ્કર હોય તેનું સમાચરણ કરવું જોઈએ... આ ઉપદેશનો સાર છે.
કલ્ય એટલે મોક્ષ અને તેનું અણન-પ્રામિ જેનાથી થાય તેનું નામ કલ્યાણ : આવા પ્રકારની વ્યુત્પત્તિને લઈને કલ્યાણ કહો કે દયા કહો કે સંયમ કહો... બધું એક જ છે. આ સંસારમાં સંયમ સિવાય બીજું કાંઈ કલ્યાણરૂપ નથી, અને આ સંસારમાં અવિરતિજેવું બીજું એક પાપ નથી. આથી જ સંયમને કલ્યાણસ્વરૂપ કહ્યું અને અસંયમને પાપરૂપ કહ્યું. આ સંયમ કે અસંયમના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનનું સાધન એકમાત્ર જિનવાણીશ્રવણ છે. આ શ્રવણમાત્રથી પણ નિસ્તાર થતો નથી. જીવાદિના સ્વરૂપને જેમ જેમ જાણતા જઈએ તેમ તેમ હેય અને ઉપાદેયમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવા માંડીએ તો કામ થાય.
સવ જ્ઞાન તો મળી જાય પણ મોહનીયનો ક્ષયોપશમ ન હોય તો ?
રોગનું જ્ઞાન થયા પછી દવા લેવાનું મન થાય ને ? એના માટે કેવો પુરષાર્થ કરો ? ડોક્ટર કહે તો આઈ.સી.યુ.માં પણ દાખલ થાઓ ને ? દસ સ્થાને નળીઓ લગાડે તોપણ લગાડવા દો ને ? એવો પુરુષાર્થ અહીં કર્યો ખરો ? રસ્તામાં ગાડી અટકી પડી હોય તો ગાડીમાંથી ઊતરીને ધક્કા મારીને પણ ગાડી ચાલુ કરો ને ? એવો પુરુષાર્થ અહીં કર્યો ? હોસ્પિટલમાં ગયા પછી સાજા ન થાઓ ત્યાં સુધી ઘરે ન જાઓ ને ? તેમ દીક્ષાના પરિણામ ન જાગે ત્યાં સુધી અહીંથી ખસવું. નથી. સાધુપણાજેવું સુંદર તત્વ બીજું એકે નથી. આ શ્રી દશવૈકાલિકસૂત્રની વાતો સાંભળીને, સમજીને સાધુપણાના માર્ગ પ્રત્યે આદરભાવ જાગે, જે આ માર્ગને આરાધે છે તેના પ્રત્યે બહુમાન જાગે તો આપણો વિસ્તાર ચોક્કસ છે. ચારિત્રની ઉપાદેયતા સમજાવે એ જ પાયાનું તત્ત્વજ્ઞાન છે. રોગ નડે છે - એમ જાણીને તેના પર તૂટી પડો ને ? તેમ કર્મ નડે છે - એ સમજાયા પછી કર્મ પર તૂટી પડવું છે. આ તો કહે કે ‘ગમે છે બધું, પણ કર્મ નડે છે માટે મન નથી થતું.' આપણે કહેવું પડે કે રોગને અસાધ્ય જાણ્યા પછી પણ ટાળવાનો પ્રયત્ન ચાલુ હોય ને ? છેવટે રાહત માટે પણ દવા લો ને ?
૭૦) =
સવ અહીં બહુ કપરું લાગે છે.
કપરું નથી, ઉપરથી સહેલું છે. ત્યાં તો સફળતા મળે કે ન ય મળે. જ્યારે અહીં તો કર્મ હળવાં બન્યા વિના નહિ રહે. ગમે તેવા નિકાચિતકર્મના પણ અનુબંધ તો ઢીલા પડે જ. મેં ઘણાને કહ્યું છે કે ૪૦ ટકા પણ મન હોય તો બાકીના ૬૦ ટકા હું પૂરા કરી આપીશ. શરત માત્ર એટલી કે મને પૂછ્યા વિના આસનેથી ઊભા ન થવું. ડોકટર પણ કહે ને કે મને પૂછયા વિના પડખું પણ ન ફેરવો તો દવા કરું ! એક વાર નક્કી કરો કે - સંસારમાં રખડવું નથી - તો સંયમની સાધના સહેલી છે.
જ્ઞાન અને સંયમ સભાનપણે મોક્ષસાધક હોવા છતાં પણ બેમાં જ્ઞાન પ્રધાન છે. કારણ કે સંયમનું પાલન જીવાજીવના જ્ઞાનમૂલક છે તે જણાવે છે :
जो जीवेवि न याणेड़, अजीवेवि न याणेइ । जीवाजीवे अयाणतो, कहं सो नाहीइ संजमं ? ।।१२।। जो जीवेवि वियाणेड़, अजीवेवि वियाणेड़ । जीवाजीवे वियाणंतो, सो हु नाहीइ संजमं ।।१३।।
જે પૃથ્વીકાયાદિ અનેક પ્રકારના જીવોને જાણતો નથી તેમ જ સંયમમાં બાધા કરનાર મદિરાપાન, સુવર્ણાદિને જાણતો નથી તે જીવાજીવના વિષયમાં પ્રવૃત્તિનિવૃત્તિ સ્વરૂપ સંયમને કઈ રીતે જાણી શકે ? જે જ્ઞાનના વિષય છે તે જ ચારિત્રના વિષય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – જે જીવાદિ પદાર્થો જ્ઞાનના વિષય બને છે તે જ શ્રદ્ધા-રુચિના વિષય બનવા દ્વારા ચારિત્રના વિષય બને છે. તેથી જ સ્પષ્ટ છે કે – જે પૃથ્યાદિ જીવોને જાણે છે અને સંયમમાં ઉપકારક તથા બાધાકારક અજીવોને પણ જાણે છે તે જ નિશ્ચ કરીને સંયમને જાણે છે.
આ રીતે ઉપદેશનો અધિકાર પૂરો થયો. હવે આ અધ્યયનનો અંતિમ ફલાધિકાર બાર ગાથાઓથી જણાવે છે :
जया जीवमजीवे अ, दोऽवि एए वियाणइ । तया गई बहुविहं, सव्वजीवाण जाणइ ।।१४।।
(૧૭૧)
Page #88
--------------------------------------------------------------------------
________________
जया गई बहुविहं, सव्वजीवाण जाणइ । तया पुण्णं च पावं च, बंधं मुक्खं च जाणइ ।।१५।। जया पुण्णं च पावं च, बंधं मुक्खं च जाणइ । तया निविंदए भोए, जे दिव्वे जे अ माणुसे ।।१६।। जया निविंदए भोए, जे दिव्वे जे अ माणुसे । तया चयइ संजोगं, सभिंतरबाहिरं ।।१७।। जया चयइ संजोगं, सब्भितरबाहिरं । तया मुंडे भवित्ता णं, पव्वइए अणगारियं ।।१८।। जया मुंडे भवित्ता णं, पव्वइए अणगारियं । तया संवरमुक्किट्ठ, धम्मं फासे अणुत्तरं ।।१९।। जया संवरमुक्किट्ठ, धम्मं फासे अणुत्तरं । तया धुणइ कम्मरयं, अबोहिकलुसंकडं ।।२०।। जया धुणइ कम्मरयं, अबोहिकलुसंकडं । तया सव्वत्तगं नाणं, सणं चाभिगच्छइ ।।२१।। जया सव्वत्तगं नाणं, सणं चाभिगच्छड़ । तया लोगमलोगं च, जिणो जाणइ केवली ।।२२।। जया लोगमलोगं च, जिणो जाणइ केवली । तया जोगे निलंभित्ता, सेलेसिं पडिवजड़ ॥२३॥ जया जोगे निलंभित्ता, सेलेसिं पडिवजड़ । तया कम्मं खवित्ता णं, सिद्धिं गच्छइ नीरओ ।।२४।। जया कम्मं खवित्ता णं, सिद्धिं गच्छड़ नीरओ । तया लोगमत्थयत्थो, सिद्धो हवइ सासओ ॥२५।।
જીવ અને અજીવના સ્વરૂપનું જ્ઞાન સંયમની પ્રાતિ દ્વારા મોક્ષનું કારણ જે રીતે બને છે તે ઉત્તરોત્તર ફળની પ્રાપ્તિનો ક્રમ આ ગાથાઓથી જણાવ્યો
છે. તેમાં સૌથી પહેલાં જણાવે છે કે જ્યારે જીવ અને અજીવને યથાર્થ રીતે જાણે છે ત્યારે સર્વ જીવોની અનેક પ્રકારની નરકાદિ ગતિને જાણે છે. કારણ કે જીવોનું અસ્તિત્વ ચાર ગતિમાંથી કોઈને કોઈ ગતિમાં હોય છે. નરકાદિગતિનું વાસ્તવિક જ્ઞાન જીવ અને અજીવના યથાવસ્થિત જ્ઞાન વિના શક્ય નથી. જ્યારે જીવોની અનેક પ્રકારની ગતિનું જ્ઞાન થાય છે ત્યારે તે તે ગતિના કારણભૂત પુણ્ય અને પાપને પણ જાણે છે તેમ જ પર્યાપાપરૂપ કર્મના યોગસ્વરૂપ બંધને તથા કર્મના વિયોગસ્વરૂપ મોક્ષને પણ જાણે છે. આ સંસારમાં ચારે ગતિમાં જવાનું શુભાશુભ કર્મના યોગે જ બને છે. પુણ્યકર્મના કારણે દેવ કે મનુષ્યગતિ મળે અને પાપકર્મના કારણે નરક કે તિર્યંચગતિ મળે. અહીં શાસ્ત્રકારોએ પુણ્યને પણ ગતિના કારણ તરીકે વર્ણવ્યું છે. ગમે તેવું ઊંચામાં ઊંચું પુણ્ય પણ આ સંસારમાં જ ભોગવાય છે. પુણ્ય સુખનું કારણ છે કે ગતિનું કારણ ? પુણ્યને સુખનું કારણ માનનારો પુણ્યનો વાસ્તવિક જ્ઞાતા નથી. પુણ્યને ગતિનું કારણ માને તે પુણ્યનો જ્ઞાતા છે. તે જ રીતે બંધની વ્યાખ્યા કરતાં અહીં જણાવ્યું છે કે જીવ અને કર્મના યોગસ્વરૂપ જે દુ:ખ છે તેનું નામ બંધ. કર્મનો બંધમાત્ર દુઃખસ્વરૂપ છે, પછી તે પાપબંધ હોય કે પુણ્યબંધ ! શુભકર્મના બંધને શાસ્ત્રકારોએ સુખસ્વરૂપ કે સુખનું કારણ માન્યો નથી. પુણ્ય કે પાપકર્મના વિયોગસ્વરૂપ જે મોક્ષ છે તે જ સુખ છે. આ જ વસ્તુ મહાપુરુષોએ ગુજરાતીભાષામાં શ્રીષભદેવસ્વામીના સ્તવનમાં જણાવી છે કે : ‘કર્મજનિત સુખ તે દુ:ખરૂપ સુખ તે આતમઝાંખ...' - હવે જણાવે છે કે જ્યારે પુણ્ય પાપ અને બંધમોક્ષને યથાર્થરૂપે જાણે ત્યારે તે આત્મા દેવતાસંબંધી અને મનુષ્યસંબંધી ભોગોના વિષયનું અજ્ઞાન દૂર થવાથી તે ભોગો સમ્યક રીતે વિચારે છે અર્થાદુ ભોગોને અસારરૂપે-દુ:ખરૂપે જાણે છે. આને જ શાસ્ત્રીય પરિભાષામાં નિર્વેદ કહેવાય છે. ભોગની અસારતાનું કે દુ:ખરૂપતાનું જ્ઞાન થાય તેને ભોગો પ્રત્યે આસક્તિ થાય કે નિર્વેદ જાગે ? જીવઅજીવ, ગતિ-આગતિ, પુણ્ય-પાપ, બંધ- મોક્ષનું જ્ઞાન મેળવવાની વાત હતી ત્યાં સુધી તમારો સમાવેશ થતો હતો. હવે આગળનાં ફળોની વાત તમારા માટેની નથી, સાધુભગવંતના કામની છે. તમારી પાસે માત્ર નવતત્વની જાણકારી જ મળે ને ? નવતત્વનો જાણકાર કેવો હોય ? સંસારનો રસિયો કે સંસાર પ્રત્યેના નિર્વેદવાળો ? જેને નવતત્વનું જ્ઞાન થાય તેને સંસારનો નિર્વેદ અવય થાય
(૧૭૩)
Page #89
--------------------------------------------------------------------------
________________
ને કે એમાં વિકલ્પ છે ! એકના એક ભોગો વારંવાર ભોગવવાના આવે તો કંટાળો ન આવે ? પુણ્ય શું નવું બાંધવાનું છે ? અનાદિ એવા આ સંસારમાં પુણ્ય તો ઘણી વાર બાંધ્યું છે. નવમા ત્રૈવેયકમાં અનંતીવાર જઈને આવ્યા છીએ, હવે આનાથી વધારે કયું પુણ્ય જોઈએ છે ? અનુત્તરનાં સુખો તો આમે ય ભોગવટામાં આવતાં નથી. આ દુનિયામાં એક પણ ચીજ એવી નથી કે જે આપણે ભોગવી ન હોય અને એક પણ ચીજ એવી નથી આવવાની કે જે ભોગવટામાં આવી ન હોય... આ વાસ્તવિકતાનો વિચાર કરીએ તો ભોગો પ્રત્યેની કૃતૂહલવૃત્તિ શાંત થઈ જાય ને ? અહીં દેવતાઈ કે માનુષી ભોગોનું ગ્રહણ કર્યું છે. કારણ કે બાકીના ભોગો તો ભોગ ગણાતા જ નથી. તિર્યંચગતિમાં ગમે તેટલાં ભોગસુખો મળે તોપણ ગમે એવું છે ? ચક્રવર્તીનો ઘોડો કે હાથી થવાનું ગમે ? નહિ ને ? તેથી નક્કી છે ને કે આ સંસારમાં એકે સુખ ભોગવવાનું બાકી નથી ! જીવ-અજીવને જાણવાનું ફળ આ જ છે કે પુદ્દગલ પ્રત્યે પણ રાગ ન કરવો અને ચેતન પ્રત્યે પણ રાગ ન કરવો. એ રીતે દરેક પ્રકારના કામભોગોથી વિરામ પામવું.
જ્યારે દેવતાઈ કે મનુષ્યોના ભોગોની અસારતા જાણી તેનાથી નિર્વેદ પામે છે ત્યારે અત્યંતરસહિત બાહ્ય સંયોગોનો ત્યાગ કરે છે. ક્રોધાદિ કષાયનો સંયોગ એ અત્યંતરપરિગ્રહ છે અને હિરણ્ય, સુવર્ણાદિ બાહ્યપરિગ્રહ છે. જેઓ ભોગોને સારભૂત માનીને તેની ઇચ્છા કરે છે તેને કષાય કરવાની જરૂર પડે કે ધનધાન્યાદિની જરૂર પડે. જેને ભોગો દુઃખરૂપ લાગે તે અત્યંતર કે બાહ્ય પરિગ્રહનો ત્યાગ કર્યા વિના ન રહે. જેઓ પરિગ્રહનો-સંયોગોનો ત્યાગ કરવા તૈયાર નથી થતા તેઓ નવતત્ત્વના દ્રવ્યથી જ જ્ઞાતા છે, ભાવથી નહિ. આજના પંડિતોની આ જ દશા છે. જેનું જ્ઞાન પરિણત હોય તેની પાસે ભણવાથી જ્ઞાન પરિણામ પામે. ગૃહસ્થ પાસે ભણેલું પરિણામ ન પામે, સાધુભગવંત પોતે આચરે છે પછી બોલે છે માટે તેમનું વચન પરિણામ પામે છે. પંડિતો જ્ઞાન ઉપર જેવો ભાર આપે તેવો ભાર ચારિત્ર પર ન આપી શકે. જ્યારે ચારિત્રધર; જ્ઞાનની સાર્થકતા ચારિત્રના કારણે છે, જે વિરતિમાં પરિણામ ન પામે તે જ્ઞાન જ્ઞાન નથી... ઇત્યાદિ ભારપૂર્વક સમજાવી શકે છે. તેથી ગૃહસ્થ પાસે ભણવું તેના કરતાં મહિને કે વરસે બે દિવસ સાધુ પાસે ભણવું સારું, જેથી ભણેલું પરિણમે. શિખાઉ ડોક્ટરને રોજ બતાવે
==૭૪)
તેના કરતાં નિષ્ણાત ડોક્ટરની એપોઇન્ટમેન્ટ ગમે તેમ કરીને મેળવી રોગનું નિદાન કરી મૂળમાંથી રોગ કાઢવો સારો ને ?
જ્યારે અત્યંતર-મિથ્યાત્વાદિ અને બાહ્ય ધનધાન્યાદિ સંયોગોનો ત્યાગ કરે છે ત્યારે દ્રવ્યથી અને ભાવથી મુંડ થઇને, જેના કારણે મોક્ષ તરફ જલદીથી જવાય એવા અણગારપણાને અર્શદ્ પ્રવ્રજ્યાને સ્વીકારે છે. અગાર એટલે ઘર. જેનું દ્રવ્યથી પોતાના મકાન સ્વરૂપ ઘર નથી અને ભાવથી વિષયકષાયસ્વરૂપ ઘર નથી તેવા સાધુને અણગાર કહેવાય છે. આ અણગારિતાને પામવા માટે દ્રવ્યથી વાળનો લોચ કરવો પડે અને ભાવથી કષાયનો લોચ કરવો પડે. જ્યારે આ રીતે મુંડ થઈને અણગારપણાને સ્વીકારે છે ત્યારે ઉત્કૃષ્ટસંવર સ્વરૂપ અનુત્તર એવા ચારિત્રધર્મને સ્પર્શે છે. સર્વથા પ્રાણાતિપાતાદિથી વિરામ પામવા સ્વરૂપ ચારિત્રધર્મ
એ ઉત્કૃષ્ટ સંવર છે, જેમાં શુભ કે અશુભ એકે પ્રકારનો આશ્રવ ઇષ્ટ નથી. આવા ચારિત્રધર્મનું સારી રીતે આસેવન કરવું - એ જ તેનું સ્પર્શન છે. જ્યારે આ ઉત્કૃષ્ટસંવરરૂપ અનુત્તરધર્મને સ્પર્શે છે ત્યારે અબોધિની કલુષતાથી ઉપાર્જેલી અર્થાર્ મિથ્યાત્વના યોગે ભેગી કરેલી કમઁરજને દૂર કરે છે. મિથ્યાત્વના કારણે જે કર્મોનું ઉપાર્જન કરીએ છીએ તે કર્મો આત્માને રંગે છે માટે તેને રજ કહેવાય છે. આ કર્મરજને દૂર કરવાનું સાધન અનુત્તર - સૌથી ચઢિયાતો એવો ચારિત્રધર્મ
છે. મિથ્યાત્વમોહનીય અને ચારિત્રમોહનીય કર્મબંધનાં કારણ છે જ્યારે સમ્યગ્દર્શનપૂર્વકનું ચારિત્ર કર્મનિર્જરાનું સાધન છે. યથાખ્યાતચારિત્રના યોગે જ્યારે ઘાતિકર્મોરૂપી રજને દૂર કરે છે ત્યારે સર્વ પદાર્થોને જણાવનારું અર્થાત્ સકલ જ્ઞેય પદાર્થને વિષય બનાવનારું જ્ઞાન-કેવળજ્ઞાન અને સકલદશ્યપદાર્થોને વિષય બનાવનારું કેવલદર્શન પામે છે. જ્યારે સકલ પદાર્થોના વિષયવાળું કેવલજ્ઞાનદર્શન પામે છે ત્યારે તે કેવળીભગવંત ચૌદ રાજલોકસ્વરૂપ લોકને અને અનંતા એવા અલોકને જાણે છે. જ્યારે આ રીતે લોકાલોકને કેવળજ્ઞાન વડે જાણે, કેવલદર્શન વડે જુએ છે ત્યારે ઉચિત સમયે મનવચનકાયાના યોગોનો નિરોધ કરીને ભવોપગ્રાહીકર્મોના અંશનો ક્ષય કરવા માટે શૈલેશી અવસ્થાને પામે છે. જ્યારે યોગોનો નિરોધ કરીને શૈલેશી અવસ્થાને પામે છે ત્યારે બાકી રહેલાં ભવોપગ્રાહીઅઘાતી કર્મોને પણ ખપાવીને સકલ કર્મરૂપી રજથી સર્વથા રહિત એવી લોકના અગ્રભાગરૂપ સિદ્ધિગતિને પામે છે. જ્યારે સકલકર્મનો ક્ષય કરી નીરજ-રજરહિત
(૧૭૫)
Page #90
--------------------------------------------------------------------------
________________
બની સિદ્ધિગતિરૂપ ક્ષેત્રને પામે છે ત્યારે તે ત્રણે લોકના મસ્તકરૂપી ઊર્ધ્વભાગમાં રહેલ શાશ્વત એવા સિદ્ધ થાય છે. કર્મરૂપી બીજનો અભાવ થવાથી ફરી સંસારમાં ઉત્પન્ન થવાનો સ્વભાવ ન રહેવાથી તે આત્મા શાશ્વત એટલે કે સદા કાળ માટે સિદ્ધ થાય છે.
આ રીતે છઠ્ઠો ફલાધિકાર પણ પૂર્ણ થયો. આ ચારિત્રધર્મ અને એનું ફળ આટલું ઉત્તમ છે તો તે ચારિત્ર લેવું કઈ રીતે અને પાળવું કઈ રીતે કે જેથી તે સારી રીતે વહેલી તકે ફલસાધક બને તે હવે જણાવે છે. આ ચારિત્રધર્મ અને તેના લાધિકારને સાંભળીને કોઈને એવી શંકા થાય કે સાધુપણું આટલું સરસ છે તો બધાં સાધુસાધ્વી મોક્ષે કેમ નથી જતાં ? જો બધાનો મોક્ષ ન થતો હોય તો ચોક્કસ માનવું રહ્યું કે આ ધર્મનું પાલન અને તેનું ફળ દુર્લભ છે તેથી આ ધર્મનું ફળ કોને દુર્લભ છે અને કોને સુલભ છે – તે હવે જણાવે છે. શાસ્ત્રકારોએ કોઈના ચારિત્રની ટીકા નથી કરી. પરંતુ કયું ચારિત્ર ટીકાપાત્ર બને છે અને કયું ચારિત્ર પ્રશંસાપાત્ર બને છે એ તો જણાવવું જોઈએ ને ? આ ઉત્તમ ફળ બધાને કેમ નથી મળતું, તેમાં તેમની ક્યાં ભૂલ થાય છે અને એ ફળને પ્રાપ્ત કરવા માટે કયા દોષો ટાળવા જોઈએ અને કયા ગુણો મેળવવા જોઈએ તે જણાવવા માટે આગળની ગાથાઓ છે :
सुहसायगस्स समणस्स सायाउलगस्स निगामसाइस्स । उच्छोलणापहोअस्स, दुलहा सुगई तारिसगस्स ||२६||
तवोगुणपहाणस्स, उज्जुमइ खंतिसंजमरयस्स । परीसहे जिणंतस्स, सुलहा सुगई तारिसगस्स ||२७||
पच्छा वि ते पयाया, खिप्पं गच्छंति अमरभवणाई । जेसिं पिओ तवो संजमो अ खंती अ बंभचेरं च ||२८||
જે દ્રવ્યથી પ્રવ્રુજિત થયેલો એવો સાધુ સુખાસ્વાદક છે, શાતામાં જ આકુળ છે, નિકામશાયી છે અને ઉચ્છોલનાપ્રધાવી છે તેવા ભગવાનની આજ્ઞાના લોપક એવા સાધુને સિદ્ધિગતિસ્વરૂપ મોક્ષ છે અંતમાં જેના એવી સુગતિ દુર્લભ છે. જે સાધુ તપરૂપ ગુણને પ્રધાન ગણીને આચરે છે, જે ઋજુમતિ છે અર્થાત્ જેની
(૧૭૬)
મતિ માર્ગાનુસારી છે, જે ક્ષમાપ્રધાન એવા સંયમધર્મનું આસેવન કરવાના સ્વભાવવાળો છે અને જે ક્ષુધાદિ પરિષહોનો પરાભવ કરવામાં તત્પર છે તેવા ભગવાનની આજ્ઞાને પાળનારા સાધુને સિદ્ધિગતિ સ્વરૂપ સુગતિ સુલભ છે. સુખાસ્વાદક તેને કહેવાય કે જે મળેલાં સુખોને અત્યંત આસક્તિથી ભોગવે જરૂરિયાત હોય તેથી લેવું તેને વાપર્યું કહેવાય, ભાવે-ફાવે એવું લેવું તેને સ્વાદ કહેવાય અને આસક્તિથી માણવું તેને આસ્વાદ કહેવાય. સાધુપણામાં પ્રાપ્ત થનારાં આહારવસ્ત્રપાત્રવસતિ વગેરેનાં સુખોને જે અભિષ્યંગથી-અતિરાગથી ભોગવે છે તેને ચારિત્રનું ફળ નથી મળતું. પુણ્યથી મળેલાં સુખોને સ્વાદથી માણે તેને સાધુપણું પણ દુર્લભ છે અને સાધુપણાનું ફળ પણ દુર્લભ છે. એક બાજુ સાધુને સુખાસ્વાદક કહેવા અને બીજી બાજુ શ્રમણ કહેવા : એ બેમાં પરસ્પર વિરોધ આવે, તેથી ટીકામાં ‘શ્રમણ’નો અર્થ ‘દ્રવ્યસાધુ’ કર્યો છે. જે સાધુને જ્ઞાનનો રસ હોય તેનો સુખનો રસ સુકાયા વિના ન રહે. સમ્યગ્દર્શન પામ્યા પછી પણ સુખનો રસ ન સુકાય ત્યાં સુધી ચારિત્રપાલન દુષ્કર છે. શ્રદ્ધા અને ચારિત્ર વચ્ચેનું કોઈ માધ્યમ હોય તો તે જ્ઞાનનો રસ છે. આ જ્ઞાનના રસને સૂકવી નાંખે એવો સુખનો રસ છે. તમારે ત્યાં પણ આ જ હાલત છે ને ? અર્થકામનો રસ જાગે તો જ્ઞાનનો રસ સુકાઈ જાય ને ? ભણતાં ભણતાં પાર્ટટાઇમ જોબ કરનારા જોઈએ એટલા છે, પણ જોબ કરતી વખતે પાર્ટટાઇમ ભણનારા મળે ? સુખનો રસ ભયંકર છે, તેથી તેને વહેલી તકે સુકવવો છે. સુખના રસિયા ભગવાનની આજ્ઞાનો લોપ કર્યા વિના રહેતા નથી. ત્યાર બાદ જણાવે છે કે - શાતામાં આકુળ તેને કહેવાય કે જેનું ચિત્ત ભવિષ્યમાં શાતા મળે એવી વિચારણા, આયોજનથી વ્યાક્ષિસ હોય. મળેલા સુખને ભોગવી તેમાં તૃપ્ત થઈ તેને બાજુએ મૂકે તેવાને હજુ નભાવાય, પરંતુ ભવિષ્યમાં શાતા ભોગવવા મળે એવી આશાથી જેનું ચિત્ત આકુળવ્યાકુળ બન્યું હોય તે સાધુપણું કઈ રીતે પાળી શકે ? ભગવાને કહ્યું છે કે સુખનો પડછાયો પણ નથી લેવો; સુખ મળતું હોય, શાતા મળતી હોય તોપણ ભોગવવી નથી એના બદલે શાતાની પ્રાપ્તિમાં જ જેનું ચિત્ત ચોંટ્યું હોય તેની શી દશા થાય ? સાધુભગવંતને સુખનો પડછાયો લેવાની ના પાડી, તમે સુખના ઢગલામાં બેસો તો ચાલે ને ? આજે સગા દીકરાને ભોગસુખથી દૂર રાખનારા, નિયંત્રણમાં રાખનારા; પોતાના આત્માને ભોગસુખથી દૂર રાખવા માટે કોઈ પ્રયત્ન ન કરે –
(૧૭૭)
Page #91
--------------------------------------------------------------------------
________________
એ ચાલે ? આ તો ઘરમાં ચાર માણસ માન આપે તોય રાજી થઈ જાય અને અમને આવીને કહે કે ઘરમાં આપણું માન ખરું ! આપણે એને કહેવું પડે કે – ભાઈ ! આ તારું માન છે કે તારા પૈસાનું માન છે - એટલો તો વિચાર કર ?
જે શાતા ભોગવવામાં આસક્ત હોય તેને ઊંઘ આવે અને ઊંઘે એટલે સૂત્રાર્થની વેળાનું અતિક્રમણ થાય, આથી નિકામશાયીનો અર્થ કર્યો છે : સુત્રાર્થના સ્વાધ્યાયની વેળાનું પણ અતિક્રમણ કરીને ઊંઘનારો. જે સ્વાધ્યાયની વેળાનું ઉલ્લંઘન કરીને ઊંધે તેને ચારિત્રનું ફળ ન મળે. અને જે ઊંઘ ઉડાવવા વગેરેના બહાને તથા શુદ્ધિના બહાને વારંવાર અયતનાપૂર્વક પાણીથી પગ વગેરેને ધોવાનું કામ કર્યા કરે તેને પણ ચારિત્રનું ફળ ન મળે. આમાં અનેકાંત નથી લગાડવાનો. ભગવાનની આજ્ઞા પાળે તેને જ ચારિત્રનું ફળ મળે, ભગવાનની આજ્ઞાનો લોપ કરે તેને ચારિત્રનું ફળ ન જ મળે. આજ્ઞાપાલન એકાંતે ઉપાદેય છે અને આજ્ઞાનું ઉલ્લંઘન એકાંતે હેય છે. આમાં અનેકાન્ત નથી. છતાં તમારે અનેકાંત લગાડવો હોય તો લગાડજે, પણ તેના યોગે સંસારમાં રખડવા જવું ન પડે - તેનું ધ્યાન રાખજો. અસહિષ્ણુતા, અપવાદ, અનેકાંત, વ્યવહારમાર્ગ આ બધાના નામે જેટલી અનુકૂળતા ભોગવવી હોય તેટલી ભોગવો, પણ એમાં નુકસાન તમને છે. અમારે તો ફક્ત માર્ગ બતાવવાનું કામ કરવાનું. માર્ગ ચલાવવાનું કામ અમારું નથી. અમે માર્ગદર્શન આપીશું પણ કોઈનું કાંડું નહિ પકડીએ. માર્ગે ચાલવાનું કામ તમારે જાતે જ કરવું પડશે.
રીતે અનુસરનારી પ્રજ્ઞા જેની હોય તેને સુગતિ સુલભ છે, તપ કરનારો સાધુ સંયમના આચારો ન પાળે અથવા ક્ષમાને ગુમાવે તો તેના માટે સુગતિ દુર્લભ જ છે. આથી 'ક્ષમાપ્રધાનસંયમના આસેવી’ આવું વિશેષણ જણાવ્યું. તપસ્વી ક્ષમા ન ગુમાવે અને સંયમના પાલનમાંથી બાકાત ન થાય તો જ તેના માટે સુગતિ સુલભ છે. એ જ રીતે તપનું દુ:ખ વેઠે તેને બીજા પરિષહોને ટાળવાનો પરવાનો મળી નથી જતો : એ જણાવવા માટે પરિષહોનો અભિભવ કરનાર : આવું વિશેષણ આપ્યું. જે મોક્ષે જવા નીકળ્યો હોય તે દરેક જાતનાં દુ:ખોને વધાવવા તૈયાર હોય. સમજણપૂર્વક જેટલાં દુ:ખો વધારે ભોગવી લેવાય તેટલું મોક્ષે જલદી જવાય. આ રીતે શ્રી જિનેશ્વરભગવંતની આજ્ઞા મુજબ જે વર્તે તેને જ સુગતિ-મોક્ષ સુલભ છે.
પૂછાવ... ઇત્યાદિ ગાથા ઉપર ચૂર્ણિકાર તથા ટીકાકારશ્રી હરિભદ્રસૂરિ મહારાજે કોઈ વિવરણ કર્યું નથી. જેઓ પાછળથી અર્થાત્ વૃદ્ધાવસ્થામાં પ્રવ્રજિત થયા હોય અથવા તો ચારિત્ર વિરાધીને પાછળથી જેઓએ પ્રાયશ્ચિત્ત અંગીકાર કર્યું હોય તેવા નિરતિચાર ચારિત્રનું પાલન આજ્ઞા મુજબ કરી ન શકે છતાં પણ જેઓને તપ, સંયમ, ક્ષમાધર્મ અને બ્રહ્મચર્ય : આ યતિધર્મો પ્રિય હોય તેઓ શીધ્રપણે દેવલોકને પામે છે.
અંતે અધ્યયનાર્થનો ઉપસંહાર કરતાં જણાવે છે કે : इच्चेअं छज्जीवणि, सम्मट्टिी सया जए । दुल्लहं लहित्तु सामण्णं, कम्मुणा न विराहिजासि ।।२९।। तिबेमि ।।
સમ્યગ્દષ્ટિ અર્થોદુ ભગવાને જણાવેલાં તત્ત્વોની શ્રદ્ધાવાળા અને સદા માટે યતનામાં તત્પર એવા સાધુસાધ્વી દુર્લભ એવા આ શ્રમણપણાને પ્રાપ્ત કરીને મનવચનકાયાની ક્રિયા દ્વારા પ્રમાદના યોગે પણ આ અધ્યયનમાં જણાવેલ છજીવનિકાયને વિરાધે નહિ : એમ હું કહું છું - આ પ્રમાણે શ્રી સુધર્માસ્વામીજી શ્રી જંબૂસ્વામીજીને કહે છે. આ અધ્યયનના અર્થને જણાવ્યા બાદ ગ્રંથકારશ્રી છેલ્લે એક જ વિનંતિ કરે છે કે અત્યંત દુર્લભ એવા શ્રમણપણાને પામીને એને ક્યારે પણ વિરાધશો નહિ. આ વિરાધનાનો સંભવ પણ મોટે ભાગે પ્રમાદના યોગે જ છે - એમ અહીં જણાવ્યું છે. અપ્રમાદીના હાથે કોઈ વાર વિરાધના થઈ
(૧૭૯)
હવે ભગવાનની આજ્ઞાને પાળનારા કેવા હોય છે તે માટે જણાવે છે કે - છઠ- અઠ્ઠમ વગેરે તપને નિર્જરાના હેતુથી કરનારને મોક્ષપ્રાપ્તિ સુલભ છે. અહીં તપની શરૂઆત છઠથી કરી છે, કારણ કે ઉપવાસના પારણે ઉપવાસ અને પારણે એકાસણું તો સાધુભગવંતો કરતા જ હોય છે, સાધુભગવંત લાગલગાટ બે દિવસ વાપરે નહિ. તેથી હવે તપની શરૂઆત છઠથી જ થાય ને ? શ્રી ધન્ના કાકંદીએ પણ છઠના પારણે છઠ કરવાનો અભિગ્રહ આ જ આશયથી લીધો હતો. તપ કરનારા સાધુ પણ તપના નામે આહારનું કે માનસન્માનનું સુખ મેળવવાની માયા કરનારા ન હોય તો જ મોક્ષે જઈ શકે. તપ પણ જડતાપૂર્વક કે કદાગ્રહપૂર્વક નથી કરવાનો તે જણાવવા માટે ‘ઋજુમતિ’ વિશેષણ આપ્યું છે. મોક્ષમાર્ગને કુદરતી
ક૭૮) =
Page #92
--------------------------------------------------------------------------
________________ જાય તો પણ તેની ચિંતા નથી, કારણ કે તે દ્રવ્યવિરાધના હોવાથી વસ્તુતઃ અવિરાધના જ છે. દ્રવ્યવિરાધના અને ભાવવિરાધનાની વાત એટલા માટે કરી છે કે જેથી આજીવનિકાયની હિંસા વિના જીવવાનું અશક્ય છે - એમ માનીને કોઈ આ માર્ગની ઉપેક્ષા કે અવિશ્વાસ ન કરે. જીવ મરે તે વિરાધના નથી. પ્રમાદના યોગે જે કાંઈ વર્તન થાય તે વિરાધનામાં ગણાય છે. જીવને મારવાનો પરિણામ એ હિંસા છે અથવા જીવને બચાવવાનો પરિણામ ન હોય તેનું નામ હિંસા છે. આવા પ્રકારના કથનથી; કેટલાક દર્શનકારોએ જૈનદર્શન ઉપર જે આક્ષેપ કરેલો કે - ‘તમારે ત્યાં તો પાણીમાં જીવ છે, પૃથ્વીમાં જીવ છે, પવનમાં જીવ છે, દરેક ઠેકાણે જીવ છે, તો જીવથી વ્યાસ એવા આ લોકમાં ભિક્ષ અહિંસક કઈ રીતે રહી શકે ?' તેનું પણ નિરાકરણ થઈ જાય છે. અહિંસાધર્મ અસંગત છે - એવું જે કહે છે તે ખોટું છે. કારણ કે જીવ ન મરે તે અહિંસા નથી, જીવ મરે નહિ - એવી અપ્રમત્તપણે કરેલી યતના તેનું જ નામ અહિંસા છે અને ચૌદરાજલોકમાં જે ઠાંસી-ઠાંસીને જીવો ભરેલા છે તે સૂમ જીવોની તેવા પ્રકારની વિરાધનાનો સંભવ નથી, તેથી કોઈ જ દોષ નથી. આરાધના કરતાં પણ અવિરાધના મહત્ત્વની છે. આ વિરાધનાથી બચવા માટે જીવાજીવનું સેમ્યજ્ઞાન, તત્ત્વ પ્રત્યેની રૂચિ અને યતના : આ ત્રણ ગુણો આત્મસાત્ કરવા જરૂરી છે. જ્ઞાન, રુચિ અને યતનાનો પરિણામ જાગ્યા પછી પણ પ્રમાદ જોર કરે તો વિરાધનાથી બચવાનું શક્ય નથી. તેથી સમ્યગ્દર્શન અને યતનાને પામ્યા પછી પણ અપ્રમત્તદશા કેળવવા માટે પ્રયત્નવિશેષ કરવાની જરૂર છે. આ અધ્યયનમાં જે માર્ગ બતાવ્યો છે તેને આત્મસાત્ કરી લઈએ તો એકબે ભવમાં મુક્તિ નિશ્ચિત થઈ જાય. આ માર્ગની અવિરાધનાપૂર્વકની આરાધના માટે અમે પ્રયત્નશીલ બની રહીએ અને તમે ‘આવી અવસ્થા ક્યારે પામીએ ?' એવા ભાવમાં રમતા થાઓ અને યથાશક્તિ તે માટે પ્રયત્નશીલ રહો તો તમારું અને અમારું કલ્યાણ થયા વિના ન રહે. અંતે આપણે સૌ આ માર્ગને અનુસરવા દ્વારા વહેલી તકે પરમપદે પહોંચી જઈએ - એ જ એક શુભાભિલાષા. (180)