Page #1
--------------------------------------------------------------------------
________________
અ નું કે મણિ
કા
तेजो लेश्या
નુ ક.મણિ કા ૨ સહક રાકરણ.
કિમ જાર
Aિ
IN
:
| નવુ રહ્યા છે
પાઠ 14 નામ
પાના નં. ૧ મંગલાચરણ - ૨ શરીર ૩ અવગાહના ૪ સંઘયણ ૫ સંજ્ઞા ૬ સંસ્થાન ૭ કષાય '૮ વેશ્યા
૯ ઈન્દ્રિય ૧૦/સમુદુઘાત ૧૧ દૃષ્ટિ ૧૨ દર્શન, જ્ઞાન, અજ્ઞાન, ઉપયોગ ૧૩ યોગ ૧૪, ઉપપાત-ચ્યવન ૧૫ કિમાહાર T ૧૬ સંજ્ઞા
૫૮
कृष्ण श्या ૧૮ વેદ ૧૯ અલ્પબડુત્વ
૭૦
गुच्छा का छेद
पक्व जंबू ग्रहण
नील लेश्या
છાપાત ગતિ-આગતિ
पद्म लेश्या
जंबूवृक्षा
शुक्ल लेश्या
શ
.
जंबू के लिये मूल में छेद
Sિ .પંન્યાસશ્રી મલયકીતિ વિજયજી ગણિવર भूमि पतित जंबू का भक्षण
Page #2
--------------------------------------------------------------------------
________________
પાઠ-૧ : મંગલાચરણ
નમિઉ ચઉવીસજિર્ણ, તસ્કૃત-વિચાર-લેસ-દેસણઓ ! દંડગ-૫એહિંતે શ્ચિય, થોસામિ સુણેહ ભો!ભળ્યા | ૧
ચોવીસ જિનેશ્વરને નમસ્કાર કરીને, દંડક પદો વડે તેમના (જિનેશ્વરોના) સૂત્રો (આગમો) માં આપેલ વિચારને સંક્ષેપમાં જણાવવાથી નિશ્ચયથી (ખરેખર તો) હું તેમની (જિનેશ્વરોની) સ્તુતિ કરું છું. હે ભવ્યજીવો તમે સાંભળો.
અહીં પ્રથમ ગાથામાં મંગલ, વિષય, સંબંધ, પ્રયોજન અને અધિકારી, આ પાંચ બાબતો જણાવવામાં આવી છે. ગ્રન્થ-રચનામાં આ પાંચેય બાબતો મહત્ત્વની છે.
અહીં ચોવિશ જિનેશ્વરોને નમસ્કાર કરવા વડે મંગલ કરવામાં આવ્યું છે. 'દંડક પદો વડે' એમ કહેવા દ્વારા ગ્રન્થનો વિષય જણાવવામાં આવ્યો છે. અર્થાત્ ‘દંડક પ્રકરણ' એ ગ્રન્થનો વિષય છે. 'જિનેશ્વરોના સૂત્રોમાં આપેલ વિચારને' આ પદો વડે ગ્રન્થનો સંબંધ 'જિનેશ્વરોના આગમો સાથે છે' તેમ જણાવવામાં આવ્યું છે. ભવ્યજીવો બોધ પામે; પોતાને સ્વાધ્યાયરૂપે અત્યંતર તપ થાય; જિનના જ પદાર્થો જણાવવા વડે જિનની ભક્તિ-સ્તુતિ થાય તે રીતે પોતાના કર્મોનો નાશ થાય; અને તેના વડે પરંપરાએ પોતાને મોક્ષ મળે, આ બધા ગ્રન્થરચના પાછળ ગ્રન્થકારના પ્રયોજન છે. તથા જ્ઞાનપ્રાપ્તિ, સ્વાધ્યાયરૂપ અત્યંતર તપ, આચરણ, કર્મનાશ અને પરંપરાએ મોક્ષ, આ બધા અભ્યાસુ વર્ગના પ્રયોજન છે. બુદ્ધિશાળી વ્યક્તિઓ જે કંઈ કરે તેની પાછળ કોઈ ને કોઈ પ્રયોજન તો હોય જ છે. કેમકે પ્રયોજન વિના તેઓ પ્રવૃત્તિ કરતાં નથી. માટે પ્રયોજન જણાવવું જરૂરી છે. “હે ભવ્યજીવો તમે સાંભળો' આ પદો વડે ભવ્યજીવોને ગ્રન્થાભ્યાસ માટે અધિકારી (યોગ્ય) જણાવવામાં આવ્યાં છે. હા... તેઓમાં તત્ત્વને જાણવાની જિજ્ઞાસા, તત્પરતા, ધર્મશ્રદ્ધા વગેરે હોવા જરૂરી છે. અભવ્યજીવોનું જીવદળ જ એવું હોય છે કે તેઓ જે કંઈ ધર્મ કરે તે
મોક્ષ માટે નહીં, પરંતુ સંસારના સુખો મેળવવા માટે કરે છે, તેથી તેઓ મોક્ષરૂપ ફળ મેળવી શકતા ન હોવાથી સઘળું નિષ્ફળ છે. વત્સ: ગુરુજી ! દંડક એટલે શું? ગુરુજી: વત્સ | કર્મ વગેરેના કારણે જીવો જેમાં દંડાય (દુઃખી થાય) તે દંડક કહેવાય. જીવો કર્મ વગેરેને કારણે પૃથ્વીકાય વગેરેમાં દંડાય છે, માટે પૃથ્વીકાય વગેરે દંડક કહેવાય. જીવવિચારમાં જીવના ૫૬૩ ભેદ બતાવ્યા છે. અહીં તે બધાનો મસાવેશ ૨૪ દંડક પદો વડે કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે : (૧) પૃથ્વીકાય (૨) અકાય (૩) તેઉકાય (૪) વાઉકાય (૫) વનસ્પતિકાય (૬) બેઈન્દ્રિય (૭) તેઈન્દ્રિય (૮) ચઉરિન્દ્રિય (૯) ગર્ભજ તિર્યંચ (૧૦) ગર્ભજ મનુષ્ય (૧૧) નારક (૧૨ થી ૨૧) દશ ભવનપતિ (૨૨) વ્યંતર (૨૩)
જ્યોતિષ્ક (૨૪) વૈમાનિક. (જો કે અહીં સંમૂર્છાિમ મનુષ્ય અને સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચની વિવક્ષા કરવામાં આવી નથી, તો પણ આપણે તેના અંગે જાણકારી મેળવશું.).
વત્સ ! આ ગ્રન્થમાં નીચેના જુદા જુદા કારોમાં દંડક પદો વડે વિચારણા કરવામાં આવી છે, તેનાથી જીવો અંગેની વિસ્તૃત માહિતી પ્રાપ્ત થશે. દ્વારો : (૧) શરીર (૨) અવગાહના (૩) સંઘયણ (૪) સંજ્ઞા (૫) સંસ્થાન (૬) કષાય (૭) લેશ્યા (૮) ઈન્દ્રિય (૯) સમુદુઘાત (૧૦) દૃષ્ટિ (૧૧) દર્શન (૧૨) જ્ઞાન (૧૩) અજ્ઞાન (૧૪) યોગ (૧૫) ઉપયોગ (૧૬) ઉપપાત (૧૭) ચ્યવન (૧૮) સ્થિતિ (૧૯) પર્યાપ્તિ (૨૦) કિકાહાર (૨૧) સંજ્ઞિ (૨૨) ગતિ (૨૩) આગતિ (૨૪) વેદ. [આમાંથી સ્થિતિ (આયુષ્ય) અને પર્યાપ્તિ આ બન્ને દ્વારો જીવવિચાર અને નવતત્ત્વમાં આવી ગયેલ હોવાથી અહીં લેવામાં આવશે નહીં.]
-: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો : (૧) પ્રથમ ગાથામાં કઈ પાંચ બાબતો જણાવવામાં આવી છે, તે સમજાવો. (૨) દંડક એટલે શું? ૨૪ દંડકના નામ લખો. (૩) ૨૪ દ્વારોના નામ લખો.
દંડક પ્રકરણ-૧
દંડક પ્રકરણ-૨
Page #3
--------------------------------------------------------------------------
________________
નેરઈયા અસુરાઈ, પુઢવાઈ બેન્દિયાદઓ ચેવ । ગભય-તિરિય-મણુસ્સા, વંતર જોઈસિય વેમાણી
સંખિત્તચરી ઉ ઈમા, સરીર-મોગાહણા ય સંઘચણા 1 સન્ના સંઠાણ કસાય, લેસિ-ન્દિય દુ સમુગ્ધાથા દિઠ્ઠી દંસણ નાણે, જોગુ-વઓગો-વવાય ચવણ ઠિઈ । પજત્તિ કિમાહારે, સન્નિ ગઈ આગઈ વેએ
॥૨॥
11 3 11
॥૪॥
ગાથાર્થ : નારકો (૧), અસુરકુમારાદિ (૧૦), પૃથ્વી આદિ (૫), બેઈન્દ્રિય આદિ (૩), ગર્ભજ તિર્યંચ (૧), ગર્ભજ મનુષ્ય (૧), વ્યંતરો (2), જ્યોતિષ્મ (૧), વૈમાનિક (1), (આમ૧+૧૦+૫+૩+૧+૧+૧+૧+૧=૨૪ દંડકપદો થયા.)
વળી (સંખિત્તયરી) અતિ સંક્ષિપ્ત આ (દ્વારોના નામો) ૧. શરીર
૨. અવગાહના ૩. સંઘયણ ૪. સંજ્ઞા ૫. સંસ્થાન ૬. કષાય ૭. લેશ્યા ૮. ઈન્દ્રિય ૯. બે સમુઘાત ૧૦. દષ્ટિ ૧૧. દર્શન ૧૨. ૧૩. (નાણે) જ્ઞાન, અજ્ઞાન ૧૪. યોગ ૧૫. ઉપયોગ ૧૬. ઉ૫પાત ૧૭. ચ્યવન ૧૮. સ્થિતિ ૧૯. પર્યાપ્તિ ૨૦. કિમાહાર ૨૧. સંક્ષિ ૨૨. ગતિ ૨૩. આગતિ ૨૪. વેદ.
દંડક પ્રકરણ-૩
પાઠ-૨ : શરીર
નવતત્ત્વમાં પરમાણુ અને પુદ્ગલસ્કંધો અંગેની વાત આવી ગઈ છે. આખું વિશ્વ પરમાણુઓ અને દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી વગેરે પુદ્ગલસ્કંધોથી વ્યાપ્ત છે. આ પુદ્ગલસ્કંધો સૂક્ષ્મ હોવાથી આંખેથી દેખી શકાતા નથી, પરંતુ જીવ અમુક અમુક પુદ્ગલસ્કંધો ગ્રહણ કરે છે ખરા.
જીવ પરમાણુ કે સંખ્યાત-અસંખ્યાત પ્રદેશી પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરી શકતો નથી. અનંતપ્રદેશી પુદ્ગલસ્કંધોમાં પણ અમુકને ગહણ કરી શકે છે, અમુકને ગ્રહણ કરી શકતો નથી. જીવ જે પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરી શકે છે, તેને વર્ગણા કહેવામાં આવે છે. તેવી વર્ગણાઓ આઠ છે : (૧) ઔદારિક વર્ગણા (૨) વૈક્રિય વર્ગણા (૩) આહારક વર્ગણા (૪) તૈજસ વર્ગણા (૫) ભાષા વર્ગણા (૬) શ્વાસોચ્છવાસ વર્ગણા (૭) મન વર્ગણા (૮) કાર્પણ વર્ગણા.
આમાંથી જીવ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ વર્ગણાના પુદ્ગલ સ્કંધોને ગ્રહણ કરી, તેને પરિણમાવીને તે તે શરીરરૂપે તૈયાર કરે છે; જ્યારે ભાષા, શ્વાસોચ્છવાસ લેવા-મૂકવાની અને મનથી વિચારવાની પ્રવૃત્તિ કરી શકે છે.
પાંચ શરીર :
(૧) ઔદારિક શરીર : સઘળા મનુષ્ય અને તિર્યંચોને ઔદારિક શરીર હોય છે. તે ઔદારિક વર્ગણાના પુદ્ગલસ્કંધોથી બનેલું હોવાથી ઔદારિક શરીર કહેવાય છે.
બધા પ્રકારના શરીરોમાં ઔદારિક શરીર મહાન ગણાય છે, કેમકે સંયમ અને મોક્ષ આ શરીરવાળાને જ મળે છે. તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ, નારદ વગેરે મહાપુરુષોને આ શરીર હોય છે. આ શરીરવાળા તીર્થંકરો રૂપમાં અને બળમાં કરોડો દેવતાઓ અને ઈન્દ્રો કરતાં પણ અધિક હોય છે. આ શરીરવાળા તીર્થંકર અને મુનિઓને દેવતાઓ અને ઈન્દ્રો પણ નમસ્કાર કરે છે. સ્વાભાવિક શરીરની અપેક્ષાએ ઔદારિક શરીરની ઊંચાઈ દંડક પ્રકરણ-૪
Page #4
--------------------------------------------------------------------------
________________
સૌથી વધુ છે કેમકે પ્રત્યેક વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ ઊંચાઈ સાધિક હજાર યોજન છે. આમ મહાનતા, સંયમ, મોક્ષ, રૂપ, બળ, ઊંચાઈ વગેરેમાં આ શરીર મોખરે
(૨) વૈક્રિય શરીર : સઘળા દેવો અને નારકોને વૈક્રિય શરીર હોય છે. વળી વૈક્રિય લબ્ધિ ધરાવતા બાદર પર્યાપ્ત વાયુકાય, ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય વૈક્રિય શરીર બનાવી શકે છે. તે વૈક્રિય વર્ગણાના પુદ્ગલસ્કંધોથી બનેલું હોવાથી વૈક્રિય શરીર કહેવાય છે.
આ શરીર દ્વારા વાઘ, સિંહ, સાપ, પોપટ, મનુષ્ય, રાક્ષસ વગેરે અનેક પ્રકારના રૂપ લઈ શકાય છે. તે નાનું કે મોટું, ભારે કે હલકું રૂપવાન કે કુરૂપ પણ બનાવી શકાય છે. તેને અદશ્ય પણ બનાવી શકાય છે. સ્વાભાવિક મૂલ શરીર કરતાં અન્ય જે રૂ૫ લેવાય છે, તે ઉત્તર વૈક્રિય શરીર કહેવાય છે.
ઉત્તર વૈક્રિય શરીર દ્વારા સાધિક લાખ યોજન જેટલું મોટું રૂપ લઈ શકાય છે. તે મુનિસુવ્રત સ્વામિના શાસનમાં વિષ્ણુકુ માર મુનિએ, ચાતુર્માસમાં ધર્મદ્રષથી મુનિઓને દેશમાંથી ચાલ્યા જવાનું કહેનાર; અને કોઈ પણ રીતે નહીં સમજનાર નમુચિ પ્રધાનને શિક્ષા કરવા માટે બનાવ્યું હતું.
તપશ્ચર્યા વગેરે કરવાથી કેટલાક મુનિઓને તથા તપશ્ચર્યા વગેરે કર્યા વિના જ બાદર પર્યાપ્ત વાયુકાય, ચક્રવર્તી, વાસુદેવ વગેરેને વૈક્રિય શરીર બનાવવાની લબ્ધિ (શક્તિ) મળેલી હોય છે.
કેટલાક જ બાદર પર્યાપ્ત વાયુકાયને વૈક્રિય લબ્ધિ હોય છે, તે છતાં તેમની સંખ્યા દેવની કુલ સંખ્યા કરતાં અસંખ્યગુણી છે. તેમનું ઉત્તર વૈક્રિય શરીર અંગુલના અસંખ્યાતમાં ભાગનું જ હોવાથી ચર્મચક્ષુથી જોઈ શકાતું નથી. (અસંખ્ય શરીરો ભેગા થયે સ્પર્શેન્દ્રિયથી અનુભવી શકાય છે.) (૩) આહારક શરીર : આહારક લબ્ધિવાળા ચૌદ પૂર્વધર મુનિઓ મનની શંકાના નિવારણ માટે કે તીર્થકરના સમવસરણની દ્ધિ વગેરે જોવા માટે આહારક શરીર બનાવીને, તેને નજીક કે દૂર વિચરતાં તીર્થંકર પાસે મોકલે છે.
ત્યાં વંદનાદિ અને શંકા નિવારણાદિ કરી, ફરી મૂળ ઔદારિક શરીરમાં આવી જાય છે.
તે આહારક વર્ગણાના પુગલસ્કંધોથી બનેલું હોવાથી આહારક શરીર કહેવાય છે. તે આકાશ અને સ્ફટિક રત્ન સમાન સ્વચ્છ, અનુત્તરવાસી દેવો કરતાં ય વધુ દેદીપ્યમાન અને મુઠી વાળેલા એક હાથ જેવડું હોય છે. તે ચર્મચક્ષુથી જોઈ શકાતું નથી.
આ શરીર એક જીવાત્મા વડે આખા ભવચક્રમાં વધુમાં વધુ ચાર વાર જ બનાવી શકાય છે. ચોથી વાર જે મહાત્મા શરીર બનાવે તે નિયમાં એ જ ભવમાં મોક્ષે જનાર હોય છે.
અન્ય ચાર શરીર વિશ્વમાં સદાકાળ હોય જ છે, જ્યારે આહારક શરીર હોય પણ ખરા, અને ન પણ હોય. તે વધુમાં વધુ છ માસ સુધી ન હોઈ શકે. અલબત્ત વધુમાં વધુ છ માસે ઓછામાં ઓછા એક મહાત્મા તો આ શરીર બનાવે જ છે. આ શરીર એક સાથે વધુમાં વધુ સહસ્ત્ર પૃથકત્વ (બે હજારથી નવ હજાર) હોઈ શકે, તેથી વધુ નહીં. (હાલ મહાવિદેહ ક્ષેત્રમાં જ હોઈ શકે.) (૪) તૈજસ શરીર : શરીરમાં અને જઠરમાં જે ગરમી જણાય છે, તે તૈજસ શરીરની હોય છે. આ શરીરના કારણે ખાધેલ ખોરાકનું પાચન થાય છે. આ શરીરના કારણે વિશિષ્ટ તપથી તેજોવેશ્યા અને શીતલેશ્યા નામે લબ્ધિ પ્રાપ્ત થાય છે. તેજલેશ્યા જેના ઉપર છોડવામાં આવે તે બળીને ભસ્મ થઈ જાય છે. શીતલેશ્યાથી બળતાને ઠંડક આપી બચાવી શકાય છે. ગૌશાળાએ વીરપ્રભુના સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના બે શિષ્યો ઉપર તેજોલેશ્યા છોડી, તેમને ભસ્મ કરી દીધેલ. સાધના કાળમાં મૂકાશય્યાતર તાપસે ગોશાળા ઉપર તેજોલેશ્યા છોડેલ, ત્યારે પ્રભુવીરે શીતલેશ્યા દ્વારા તેને બચાવી લીધેલ. આ શરીર તૈજસ વર્ગણાના પુદ્ગલોથી બનેલું હોવાથી તૈજસ શરીર કહેવાય છે.
આ કાર્પણ શરીર સર્વ શરીરોમાં કારણભૂત છે, કેમકે ઔદારિક શરીર નામકર્મ વગેરેના ઉદયથી જીવ ઔદારિક વગેરે વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી ઔદારિક વગેરે શરીર બનાવે છે.
તૈજસ અને કાર્પણ શરીર સર્વ સંસારી જીવોને જ હોય છે. (મોક્ષના જીવોને ન હોય.) જીવ મૃત્યુ પામીને એક ભવમાંથી બીજા ભવમાં જાય, ત્યારે મૂળ ઔદારિક કે વૈક્રિય શરીર મૂકીને જાય છે, પરંતુ તૈજસ-કાશ્મણ શરીર તો આત્માની સાથે જ જાય છે. આત્મા સાથે જોડાયેલા બન્ને શરીરો આખા લોકમાં
દંડક પ્રકરણ-૫
દંડક પ્રકરણ-૬
Page #5
--------------------------------------------------------------------------
________________
યંતે યત્ તત્ શરીરમ્ - અર્થાત શરીરનો સ્વભાવ નાશ પામવાનો છે. શરીર નાશવંત છે, પરંતુ આત્મા શાશ્વત છે, માટે શરીરની ચિંતા છોડીને આત્માની ચિંતા કરવી જોઈએ. શરીર તો સ્મશાનની રાખ થશે, પરંતુ આત્મા કદી નાશ ન પામતો હોવાથી તેને પરલોકમાં સદ્ગતિ મળે, સુખ-શાંતિ મળે; અને અંતે મોક્ષ મળે તે માટે ધર્મમય ઉત્તમ જીવન જીવવું જોઈએ. તમામ પ્રકારના પાપોનો ત્યાગ કરવો જોઈએ.
-: સ્વાધ્યાય :
(આત્માની સાથે) ગમે ત્યાં જઈ શકે છે. તેમને ભીંત, પૃથ્વીના પેટાળો, પર્વતો વગેરે કોઈ પણ વસ્તુ અટકાવી શકતી નથી. જીવ જ્યારે કોઈ પણ ભવમાં ઉત્પન્ન થાય છે, ત્યારે પ્રથમ સમયે આ બે શરીરની મદદથી જ આહાર ગ્રહણ કરે છે.
ઔદારિક અને વૈક્રિય શરીર ચર્મચક્ષુથી જોઈ શકાય છે, પરંતુ આહારક, તૈજસ અને કાર્મણ શરીર ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી.
એક જીવને એક સાથે ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ ચાર શરીર હોઈ શકે. જીવ મૃત્યુ પામી એક ભવમાંથી બીજા ભવમાં જતો હોય ત્યારે વચ્ચે તૈજસ-કાશ્મણ એ બે જ શરીર હોય છે. વૈક્રિય લબ્ધિવાળા બાદર પર્યાપ્ત વાયુકાય, ગર્ભજ તિર્યંચ કે ગર્ભજ મનુષ્ય વૈક્રિય શરીર બનાવે ત્યારે તેમને ઔદારિક, વૈક્રિય, તૈજસ, કામણ એ ચાર શરીર હોય છે. અથવા આહારક લબ્ધિવાળા ચૌદ પૂર્વધર મહાત્મા આહારક શરીર બનાવે ત્યારે ઔદારિક , આહારક, તૈજસ, કામણ એ ચાર શરીર હોય છે. વૈક્રિય અને આહારક બને લબ્ધિવાળા મુનિઓ હોઈ શકે, પરંતુ તેઓ બન્ને લબ્ધિ એક સાથે ફોરવી શકતા ન હોવાથી અર્થાત્ બન્ને શરીર એક સાથે બનાવી શકતા ન હોવાથી એક જીવને એક સાથે પાંચેય શરીર હોઈ શકે નહીં.
કયા જીવોને વધુમાં વધુ કેટલા શરીર
(દરેકને તૈજસ-કાશ્મણ તો સમજી જ લેવું.) બાદર પર્યાપ્ત વાયુકાય : ૪ (ઔદારિક, વૈક્રિય) યુગલિક તિર્યંચ,મનુષ્ય : ૩ (તેમને લબ્ધિ ન હોય) ગર્ભજ તિર્યંચ : ૪ (ઔદારિક, વૈક્રિય) ગર્ભજ મનુષ્ય : ૫ (કોઈ વૈક્રિય શરીર બનાવે અને ત્યારે અન્ય
કોઈ મહાત્મા આહારક શરીર બનાવે તે
અપેક્ષાએ). બાકીના સર્વને : ૩ (ઔદારિક કે વૈક્રિય)
ઉપરના દરેક જીવોને ઓછામાં ઓછા ત્રણ શરીર હોય છે. તેમાં સઘળા તિર્યંચ અને મનુષ્યને ઔદારિક, તૈજસ, કાર્પણ અને દેવ, નારકોને વૈક્રિય, તૈજસ, કાર્પણ હોય છે.
મુખ્ય પ્રશ્નો : (૧) જીવ કયા પુદ્ગલો ગ્રહણ કરી શકે છે અને કયા ગ્રહણ કરી શકતો નથી ? (૨) આઠ વર્ગણાના નામ લખો અને તેનો ઉપયોગ જણાવો. (૩) પાંચ શરીરના નામ વ્યાખ્યા સાથે જણાવો. (૪) ઔદારિક શરીર શા માટે મહાનું ગણાય છે ? (૫) વૈક્રિય શરીર કોને કોને હોઈ શકે ? તેનો ઉપયોગ શું સમજાવો ? (૬) વિણકુમાર મુનિએ કેવડું અને શા માટે વૈક્રિય રૂ૫ લીધેલ? (૭) આહારક શરીર વિષે સમજાવો. (૮) તૈજસ શરીર વિશે સમજાવો. (૯) કાર્પણ શરીર વિષે લખો. (૧૦) એક જીવને એક સાથે વધુમાં વધુ અને ઓછામાં ઓછા કેટલા શરીર હોઈ શકે ? (૧૧) અનેક જીવોની અપેક્ષાએ વધુમાં વધુ અને ઓછામાં ઓછા કેટલા શરીર હોઈ શકે?
ચઉ ગમ્મતિરિચ વાઉસ, મયુઆરં પંચ, સેસ તિસરીરા થાવર ચઉગે દુઓ, અંગુલ-અસંખભાગ-તણુ | પI સલૅલિપિ જહન્ના, સાહાવિય અંગુલસ્સઅસંખંસા ઉક્કોસ પણ ચલણ, વેરાઈચા સત્તહત્ય સુરા ગર્ભતિરિ સહસ જે ચણ, વણસઈ અહિય-જય-સહસ્તે નર તેઈદિ તિગાઉ, બેઈંદિય જોયણે બાર
ll ll જોગણ-મેગે ચઉરિદિ-દેહ-મુચ્ચત્તર્ણ સુએ ભણિર્ચ 1 વેઉબ્લિચ-દેહં પુણ, ગુલ-સખસ-મારંભે
દંડક પ્રકરણ-૭
દંડક પ્રકરણ-૮
Page #6
--------------------------------------------------------------------------
________________
પાઠ-૩: અવગાહના
દેવ-નર અહિયલકુખ, તિરિયાણં નવ ય ઓગણસયાઈ દુગુણં તુ નારયાણ, ભણિયં વેઉબ્રિયસરીરે
I ૯ી ગાથાર્થ શરીરો ગર્ભજ તિર્યંચ અને વાયુકાયને વિષે ચાર, મનુષ્યોને વિષે પાંચ અને(સેસ) બાકીના જીવોને વિષે ત્રણ શરીરો હોય છે. સ્થાવર ચતુષ્ક (પૃથ્વી, પાણી, તેઉ, વાયુ) ને (કહઓ) બન્ને પ્રકારે (જઘન્ય અને ઉત્કૃષ્ટથી) અંગુલના અસંખ્યાતમા ભાગનું (તણુ) શરીર (અવગાહના) હોય છે.
સર્વ (જીવો) ની પણ (સાહાવિય) સ્વાભાવિક-મૂળ શરીરની જ ઘન્ય (અવગાહના) અંગુલના અસંખ્યાતમા ભાગની છે. ઉત્કૃષ્ટ (અવગાહના) ૫૦૦ ધનુષ નરકની અને સાત હાથ દેવની છે.
ગર્ભજ તિર્યંચની હજાર યોજન, વનસ્પતિની હજાર યોજનથી અધિક, મનુષ્ય અને તેઈન્દ્રિયની ત્રણ ગાઉ, બેઈન્દ્રિયની બાર યોજન (ઉત્કૃષ્ટ અવગાહના) છે.
ચઉરિન્દ્રિયના દેહની ઊંચાઈ એક યોજન શ્રુતમાં કહેવાયેલ છે. (પુણ) વળી વૈક્રિય શરીર અંગુલના (સંખંસમ્) સંખ્યાતમા ભાગનું આરંભમાં-શરૂમાં હોય છે.
દેવનું લાખ યોજન, મનુષ્યનું લાખ યોજનથી અધિક, તિર્યંચનું નવસો યોજન અને નારકોનું (દુગુણં) મૂળ શરીરથી ડબલ ઉત્તરવૈક્રિય શરીર કહેવાયું છે.
શરીર જેટલા આકાશ પ્રદેશોમાં અવગાહીને રહે, તેને અવગાહના કહેવાય, પરંતુ અહીં અવગાહના એટલે ઊંચાઈ કે લંબાઈ સમજવી.
ઔદારિક શરીરની અવગાહના
જઘન્ય અવગાહના સઘળા તિર્યંચ-મનુષ્ય : અંગુલનો અસંખ્યાતમો ભાગ
ઉત્કૃષ્ટ અવગાહના પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય : અંગુલનો અસંખ્યાતમો ભાગ વનસ્પતિકાય : સાધિક હજાર યોજના બેઈન્દ્રિય
: ૧૨ યોજન તેઈન્દ્રિય
: ૩ ગાઉ ચઉરિન્દ્રિય
: ૪ ગાઉ (૧ યોજન). સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ : હજાર યોજન ગર્ભજ તિર્યંચ : હજાર યોજના ગર્ભજ મનુષ્ય : ૩ ગાઉ સંમૂર્છાિમ મનુષ્ય : અંગુલનો અસંખ્યાતમો ભાગ
વૈક્રિય શરીરની અવગાહના
જઘન્ય અવગાહના દેવ, નારક : અંગુલનો અસંખ્યાતમો ભાગ (ઉત્પત્તિના પ્રથમ સમયે) ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, દેવ, નારક : અંગુલનો સંખ્યાતમ ભાગ (ઉત્તર વૈક્રિય શરીર બનાવે ત્યારે પ્રથમ સમયે)
દંડક પ્રકરણ-૯
દંડક પ્રકરણ-૧૦
Page #7
--------------------------------------------------------------------------
________________
બાદર પર્યાપ્ત વાયુકાય : અંગુલનો અસંખ્યાતમો ભાગ વત્સ : ગુરુજી! ઉત્પત્તિના પ્રથમ સમયે અંગુલના અસંખ્યાતમાં ભાગનું શરીર કઈ રીતે ? ગુરુજી : વત્સ ! પૂર્વભવમાં ગમે તેટલા મોટા શરીરવાળો જીવ, મૃત્યુ પામીને નવા ભવમાં ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થતી વખતે પ્રથમ પોતાનો આત્મા, અત્યંત સંકોચી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલો કરી, કોયલામાં પડતાં અગ્નિના તણખાની માફક ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે, અને પછી કોયલામાં પડેલો તણખો જેમ ધીમે-ધીમે વધતો જાય છે, તેમ તે જીવ પણ ધીમે-ધીમે પોતાનું શરીર મોટું બનાવતો જાય છે.
ઉત્કૃષ્ટ અવગાહના વાયુકાયઃ અંગુલનો અસંખ્યાતમો ભાગ ગર્ભજ તિર્યંચ : ૯૦૦ યોજન ગર્ભજ મનુષ્ય ; સાધિક ૧ લાખ યોજન દેવ : મૂલ શરીર ૭ હાથ, ઉત્તર વૈક્રિય ૧ લાખ યોજન નારકઃ મૂળ શરીર ૫૦૦ ધનુષ, ઉત્તર વૈક્રિય હજાર ધનુષ
(કોઈ દેવ અને કોઈ મનુષ્ય ઉત્કૃષ્ટ ઉત્તર વૈક્રિય શરીર બનાવે, તો બન્ને મસ્તકના ઉપરના ભાગે તો સમાન જ હોય, પરંતુ દેવ જમીનથી ચાર અંગુલ અદ્ધર હોવાથી દેવ કરતાં મનુષ્યનું ઉત્તર વૈક્રિય શરીર ચાર અંગુલ વધી જાય છે. નવ રૈવેયક અને પાંચ અનુત્તરના દેવો લબ્ધિ (શક્તિ) હોવા છતાં પ્રયોજનના અભાવે ઉત્તરવૈક્રિય શરીર બનાવતા નથી. દેવોના મૂલ શરીરની અવગાહના પોતાના આયુષ્યને આધારે હોય છે. તેમને જેમ આયુષ્ય વધુ તેમ અવગાહના ઓછી હોય છે.)
આહારક શરીરની અવગાહના જઘન્ય : મૂઠી વાળેલ એક હાથથી થોડીક ઓછી. (આહારક શરીર બનાવવાના પ્રથમ સમયે) ઉત્કૃષ્ટ : મૂઠી વાળેલ એક હાથ જેટલી.
તૈજસ કાર્મણ શરીરની અવગાહના . (આ બન્ને શરીર સર્વ આત્મપ્રદેશમાં વ્યાપ્ત હોવાથી જીવના શરીર જેટલી
દંડક પ્રકરણ-૧૧
અવગાહના હોય છે.) જઘન્ય : અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ : સાધિક લાખ યોજન (મનુષ્ય ઉત્કૃષ્ટ ઉત્તરવૈક્રિય શરીર બનાવે ત્યારે) (કેવલી સમુઘાતના ચોથા સમયે કેવલીના આત્મપ્રદેશો સૂપર્ણ લોકમાં વ્યાપ્ત થતાં હોવાથી તે સમયની અપેક્ષાએ તૈજસ કાર્પણની ઉત્કૃષ્ટ અવગાહના સંપૂર્ણ લોક પ્રમાણ થાય છે.) વત્સ: ગુરુજી ! ઉત્તર વૈક્રિય શરીર અને આહારક શરીર કેટલા સમય સુધી ટકી શકે ? ગુરુજી : વત્સ ! દેવોએ બનાવેલ ઉત્તર વૈક્રિય શરીર (કે દેવોએ વિફર્વેલ કોઈપણ પદાર્થ) વધુમાં વધુ અર્ધમાસ (૧૫ દિવસ) સુધી, નારકોએ બનાવેલ ઉત્તર વૈક્રિય શરીર ચાર મુહૂર્ત સુધી (મતાંતરે અંતર્મુહુર્ત સુધી) ટકી શકે છે. તે પછી તે ઉત્તર વૈક્રિય શરીર સ્વતઃ (પોતાની મેળે) વિલય પામી જાય છે. તે કાળ પૂરો થયા પહેલા જરૂર ન હોય તો બુદ્ધિપૂર્વક સંહરણ થઈ શકે છે. વાયુકાયમાં તો ઉત્તર વૈક્રિયની રચના અને વિલય બન્ને સ્વતઃ જ થતી હોય છે.
આહારક શરીરનો ટકવાનો જઘન્ય કે ઉત્કૃષ્ટ કાગળ અંતર્મુહર્ત પ્રમાણ જ છે. તે પછી તે વિલય પામે છે, અને આત્મપ્રદેશો મૂળ ઔદારિક શરીરમાં આવી જાય છે.
-: સ્વાધ્યાયમુખ્ય પ્રશ્નો : (૧) નીચેના જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના લખો. (કોઈ પણ પૂછી શકાય.) (૨) ઉત્પત્તિના પ્રથમ સમયે શરીર કેવડું હોય? શા માટે ? (૩) દેવ અને મનુષ્યમાં ઉત્કૃષ્ટ ઉત્તર વૈક્રિય શરીર કોને વધુ હોય? શા માટે? (૪) ઉત્તર વૈક્રિય શરીર અને આહારક શરીર કેટલા સમય સુધી ટકી શકે? અંતમુહરં નિરએ, મુહુરન્યરારિ તિરિય-મણુએસ દેવેસુ અદ્ધમાસો, ઉકાસ-વિઉધ્વણા-કાલો | ૧૦ |
નારકોમાં અંતર્મુહૂર્ત, તિર્યંચ અને મનુષ્યોમાં ચાર મુહુર્ત, દેવોમાં અર્ધમાસનો ઉત્કૃષ્ટ વિદુર્વણાનો કાળ છે : અલબત્ત તેટલા સમય બાદ ઉત્તર વૈક્રિય શરીર સ્વતઃ વિલય પામી જાય છે.
દંડક પ્રકરણ-૧૨
Page #8
--------------------------------------------------------------------------
________________
પાઠ-૪: સંઘયણ
સંઘયણ એટલે એક પ્રકારનો હાડકાનો બાંધો. તે જ પ્રકારે છે. (૧) વજ ઋષભનારાચ સંઘયણ : નારાય એટલે મર્કટબંધ. વાંદરીને તેનું બચ્ચે કેવું વળગીને રહે છે ! વાંદરી ગમે તેટલી કુદાકુદ કરે તો પણ બચ્ચું પડતું નથી. અથવા જમણા હાથથી ડાબા હાથની હથેલી પાસેનો હાથ અને ડાબા હાથથી જમણા હાથની હથેળી પાસેનો હાથ મજબૂત રીતે પકડવામાં આવે તેવી હાડકાની મજબૂત પક્કડ, વળી તેની ઉપર (ઋષભ=) હાડકાનો પાટો બાંધવામાં આવે, તેની ઉપર આરપાર (વજs) હાડકાનો ખીલો ઠોકવામાં આવે, તો જેવી હાડકાની મજબૂતી થાય, તેના જેવો હાડકાનો મજબૂત બાંધો જે શરીરને હોય તે વજઋષભ નારાજ સંઘયણ કહેવાય. (૨) ઋષભ નારાચ સંઘયણ : નારાજ ઉપર પાટા જેવો મજબૂત હાડકાનો બાંધો. (૩) નારાચ સંઘયણ: નારાજ જેવો મજબૂત હાડકાનો બાંધો. (૪) અર્ધનારાચ સંઘયણ : જમણા હાથથી ડાબો હાથ પકડેલ હોય તેવી પક્કડવાળો હાડકાનો બાંધો. (૫) કીલિકા સંઘયણઃ બે હાડકાના સંધિસ્થાને આરપાર ખીલો મારેલ હોય, તેવો હાડકાનો બાંધો. (૬) છેવટહું સંઘયણ : આ સંઘયણવાળાને બે હાડકાના સંધિસ્થાને સામસામાં આવેલા હાડકાના બે છેડા, ખાંડણીમાં રાખેલ મુશળની જેમ, એક છેડાની ખોભણમાં બીજા છેડાનો બુઠો ભાગ સહેજ ઉતરીને-સ્પર્શીને રહેલો હોય છે. આ સંઘયણનું બીજું નામ સેવાર્ત સંઘયણ છે, (કેમકે સેવાથી પીડા થતી હોય છે.)
દેવ, નારક અને એકેન્દ્રિયને શરીરમાં હાડકા હોતા નથી. બાકીના જીવોના શરીરમાં હાડકાનું બંધારણ હોય છે. બેઈન્દ્રિય વગેરે જીવોમાં કેટલાકને સ્પષ્ટ કઠિન હાડકા હોય છે, તો કેટલાકને બારિક સ્પષ્ટ હાડકા હોય છે. અળસીયા વગેરે હાડકા વિનાના દેખાય છે, તો પણ તે જીવોને અસ્પષ્ટ પણ હાડકાનું બંધારણ હોય છે.
દંડક પ્રકરણ-૧૩
કયા જીવોને કયું સંઘયણ એકેન્દ્રિય, દેવ, નારક : સંઘયણ ન હોય વિકલેન્દ્રિય, સંમૂચ્છિમ્ મનુષ્ય-તિર્યંચ : છેવટું સંઘયણ ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય : છ એ સંઘયણ (અનેક જીવોની અપેક્ષાએ)
તીર્થકર, કેવલજ્ઞાની, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, નારદ, યુગલિક મનુષ્ય વગેરેને પહેલું જ સંઘયણ હોય છે. તીર્થકરો, ગજસુકુમાળ મુનિ, ખંધકમુનિ, ભરત ચક્રવર્તી, બાહુબલિ, લક્ષ્મણ, હનુમાન, રાવણ, કૃષ્ણ, પાંડવો વગેરે પ્રથમ સંઘયણી હતા.
પ્રથમ સંઘયણમાં જબરજસ્ત સામર્થ્ય હોય છે. તેમાં ય વળી એક -એક કરતાં અધિક આશ્ચર્યકારક તાકાત હોય છે. બાળ હનુમાનજી વિમાનમાંથી-માતા અંજનાસુંદરીના હાથમાંથી સરકી જતાં-નીચે પર્વતની શીલા ઉપર પડવ્યા. એ વખતે શીલાના ચૂરેચૂરા થઈ ગયા અને બાલા હનુમાનજી હસતાં હતા. સૌથી વધુ સામર્થ્ય તીર્થકરમાં હોય છે. પ્રભુવીરના માથા ઉપર દુષ્ટ સંગમદેવે ભયાનક ચક્ર છોડવું, ત્યારે પ્રભુવીરની ખોપરી ન ફૂટી ગઈ, ફક્ત જમીનમાં થોડા ખૂંપી ગયા. આવું હોય છે પ્રથમ સંઘયણ. પ્રથમ સંઘયણી જ કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. હાલ આપણને છેવટ્ટે સંઘયણ હોવાથી શી રીતે કેવળજ્ઞાન અને મોક્ષ મળે ?
ક્ષેત્રની અપેક્ષાએ સંઘયણ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં સદા છ એ પ્રકારના સંઘયણ હોય છે. પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં અવસર્પિણીના પહેલા-બીજા-ત્રીજા આરામાં યુગલિકો હોવાથી પહેલું સંઘયણ, ચોથા આરામાં છ એ સંઘયણ અને પાંચમાછઠ્ઠા આરામાં છેવટું સંઘયણ હોય છે. ઉત્સર્પિણીમાં પહેલા-બીજા આરામાં છેવટું સંઘયણ; ત્રીજા આરામાં છ એ સંઘયણ, અને ચોથા-પાંચમા-છઠ્ઠા આરામાં યુગલિકો હોવાથી પહેલું સંઘયણ હોય છે. ૩૦ અકર્મભૂમિમાં અને ૫૬ અંતર્લિપમાં સદા યુગલિકો જ હોવાથી પહેલું સંઘયણ હોય છે. (આ વાત ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય માટે જણાવી છે. વિકલેન્દ્રિય અને સંમૂચ્છિમ તિર્યંચમનુષ્યને છેવટઠું જ સંઘયણ હોય છે.)
દંડક પ્રકરણ-૧૪
Page #9
--------------------------------------------------------------------------
________________
પાઠ-૫ : સંજ્ઞા
વત્સ: ગુરુજી ! દેવ, નારક, એકેન્દ્રિયને સંઘયણ ન હોવાથી બળ વિનાના હોય? ગુરુજી : વત્સ ! સંઘયણ ન હોવાથી તેઓને બળ વિનાના ન સમજવા. દેવો અને ઈન્દ્રોનું તો અતુલ બળ હોય છે. શ્રી જીવાભિગમજીમાં બળની અપેક્ષાએ દેવોને પહેલું સંઘયણ અને એકેન્દ્રિયોને છેવટઠું સંઘયણ કહ્યું છે. તથા નારકોને અસંઘયણી કહ્યા છે.
- -: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો: (૧) સંઘયણ એટલે શું? છ પ્રકારના સંઘયણની વ્યાખ્યા લખો. (૨) કયા જીવોને કયું સંઘયણ હોય છે? (જીવ અને ક્ષેત્રની અપેક્ષાએ પૂછી શકાય.) (૩) પ્રથમ સંઘયણ કોને કોને હોય? તેના સામર્થ્ય વિષે સમજાવો. થાવર-સુર-નૂરઈયા, અíઘણા ય વિગલ છવઠા સંઘયણ-છમ્મ ગભચ-નર-તિરિએસુ વિ મુણેયબ્ધ | ૧૧ ||
થાવર, દેવો, નારકો અસંઘયણી (સંઘયણ વિનાના), વિકલેન્દ્રિયોને સેવાર્ત (છેવટ્ઠા સંઘયણવાળા) અને ગર્ભજ-તિર્યંચ અને મનુષ્યોને વિષે છ એ સંઘયણ (મુણેયä) જાણવા.
જીવની ચેતના જેના વડે જાણી શકાય તે સંજ્ઞા કહેવાય. અર્થાત્ અમુકમાં જીવ છે કે નહીં, તેની ખાત્રી જેના વડે થાય તે સંજ્ઞા કહેવાય.
જેમ, વનસ્પતિ તેના મૂળીયા વડે પાણી રૂ૫ આહાર લે છે, લજામણીના છોડને સ્પર્શતા ભયથી સંકોચાઈ જાય છે; ફટાકડાં ફૂટતાં પક્ષીઓ ભયથી ધ્રુજી ઊઠે છે, કુતરો ક્રોધને કારણે ભસે છે. આહાર, ભય, ક્રોધ વગેરે દ્વારા વનસ્પતિ વગેરેમાં જીવ છે, તેની ખાત્રી થાય છે. સૂકાઈ ગયેલ વનસ્પતિ કે મૃત્યુ પામેલ કુતરા વગેરેમાં તથા ખુરશી, મકાન વગેરેમાં આહાર, ભય, ક્રોધ વગેરે જોવા મળતા નથી.
સંજ્ઞાઓ બે પ્રકારની છે : (૧) જ્ઞાનસંજ્ઞા : મતિજ્ઞાન વગેરે આઠ જ્ઞાન તે જ્ઞાનસંજ્ઞા છે, તે પાઠ-૧૨ માં જણાવવામાં આવશે. (૨) અનુભવ સંજ્ઞા : તે ચાર, છ, દશ અથવા સોળ પ્રકારે છે. (અહીં અનુભવ સંજ્ઞાને સંજ્ઞા તરીકે જણાવવામાં આવેલ છે.) ચાર પ્રકારે : આહાર, ભય, મૈથુન, પરિગ્રહ છ પ્રકારે : ઉપરની ચાર + ઓઘસંજ્ઞા, લોકસંજ્ઞા દશ પ્રકારે : ઉપરની છ + ક્રોધ, માન, માયા, લોભ સોળ પ્રકારે : ઉપરની દશ + મોહ, ધર્મ, સુખ, દુઃખ, જુગુપ્સા, શોક
સંજ્ઞાનું નામ સામાન્ય અર્થ કયા કર્મના ઉદયથી ૧ આહાર સંજ્ઞા : આહારની ઈચ્છા : અશાતા વેદનીયના ઉદયથી ૨ ભય સંજ્ઞા : ભય, ડર
: ભય મોહનીયના ઉદયથી ૩ મૈથુન સંજ્ઞા : કામવાસના
: વેદ મોહનીયના ઉદયથી ૪ પરિગ્રહ સંજ્ઞા : ધન વગેરેના સંગ્રહની ઈચ્છાઃ લોભ મોહનીયના ઉદયથી ૫ ઓઘ સંજ્ઞા : પૂર્વ સંસ્કાર (વેલડી : જ્ઞાનાવરણીય અને
વૃક્ષ વગેરે ઉપર વીંટાય દર્શનાવરણીય કર્મના છે, બાળક જન્મતા ક્ષયપશમથી સ્તનપાન કરે છે તે ઓઘ સંજ્ઞાને કારણે બને છે.).
દંડક પ્રકરણ-૧૫
દંડક પ્રકરણ-૧૬
Page #10
--------------------------------------------------------------------------
________________
૬ લોકસંજ્ઞા : લૌકિક વ્યવહારને : જ્ઞાનાવરણીય અને
અનુસરવાની વૃત્તિ દર્શનાવરણીય (કૂતરા ભસે, તો એમ માને કર્મના ક્ષયપશમથી કે યમ કોઈને લેવા આવ્યો
છે વગેરે માન્યતાઓ). ૭ ક્રોધ સંજ્ઞા : ક્રોધ, ગુસ્સો, રીસ : ક્રોધ મોહનીયના ઉદયથી ૮ માન સંજ્ઞા : અહંકાર
: માન મોહનીયના ઉદયથી ૯ માયા સંજ્ઞા : કપટ વૃત્તિ, દંભ : માયા મોહનીયના ઉદયથી ૧૦ લોભ સંજ્ઞા : વધુ મેળવવાની ઈચ્છા, : લોભ મોહનીયના ઉદયથી
કંજૂસાઈ ૧૧ મોહ સંજ્ઞા : શરીર, સ્વજન, ધન, ; મોહનીયના ઉદયથી
મકાન વગેરે ઉપર
મમત્વ-આસક્તિ ૧૨ ધર્મ સંજ્ઞા : ધર્મ કરવાની ઈચ્છા : મોહનીય કર્મના
લયોપશમ વગેરેથી ૧૩ સુખ સંજ્ઞા : અનુકૂળતામાં સુખની : રતિ મોહનીયના ઉદયથી
લાગણી ૧૪ દુઃખ સંજ્ઞા : પ્રતિકૂળતામાં દુઃખની : અરતિ મોહનીયના લાગણી
ઉદયથી ૧૫ જુગુપ્સા સંજ્ઞાઃ કંટાળાની કે નફરતની : જુગુપ્સા મોહનીયના
ઉદયથી ૧૬ શોક સંજ્ઞા : બેચેની, હતાશા : શોક મોહનીયના ઉદયથી
ઉદાસીનતા તિર્યંચોને મુખ્યત્વે આહાર અને માયા, મનુષ્યોને મુખ્યત્વે મૈથુન અને માન, નારકોને મુખ્યત્વે ભય અને ક્રોધ, દેવોને મુખ્યત્વે પરિગ્રહ અને લોભ સંજ્ઞા હોય છે. છતાંય સઘળી સંજ્ઞાઓ દરેક સંસારી જીવોને ઓછા વત્તે અંશે સ્પષ્ટ કે અસ્પષ્ટપણે હોય જ છે. સોળ સંજ્ઞાઓમાં મોટા ભાગની સંજ્ઞાઓ મોહનીય કર્મના ઉદયથી છે. તેવી
દંડક પ્રકરણ-૧૭
સંજ્ઞાઓને આધીન થવાથી ભવભ્રમણ, દુઃખ અને દુર્ગતિ વધે છે, માટે તે સંજ્ઞાઓ ઉપર વિજય મેળવવા માટે મોહનીય કર્મનો નાશ કરવાની મહેનત કરવી જોઈએ. જે ઓ મોહનીય ઉપર વિજય મેળવી સંજ્ઞાઓ ઉપર વિજય મેળવે છે, તેઓના ભવભ્રમણ, દુઃખ અને દુર્ગતિઓ ઝટ નાશ પામે છે. તેમનો મોક્ષ નજીકમાં આવી જાય છે. આ માટે દેવ, ગુરુ અને ધર્મનું શરણ લેવું જોઈએ.
અનુકૂળતામાં સુખની લાગણી એ તો મોહરાજા પાસે ભાડે લીધેલો આનંદ છે. તેનું ભાડું દુર્ગતિઓ જ છે. જ્યારે પ્રતિકૂળતામાં પણ આનંદ એ આત્માના ઘરનો આનંદ છે. તેના વડે તો કર્મોનો નાશ જ થાય છે. ગજસુકુમાળ મુનિ, અંધકમુનિ, પ્રભુવીર વગેરે ભયંકર પ્રતિકૂળતામાં પણ જરાય ચલિત થયા નહીં, તેથી જ તેમને વીતરાગદશા, સર્વજ્ઞતા અને મોક્ષ પ્રાપ્ત થઈ ગયા.
સુખમાં પાગલ બને અને દુઃખમાં રડી જાય તે સંસારમાં ભમે છે, સુખમાં અને દુ:ખમાં સમભાવ રાખે તે મોક્ષને ભેટે છે.
તો ચાલો.... દુઃખ, દુર્ગતિઓ અને ભવભ્રમણના કારણભૂત આ સંજ્ઞાઓ ઉપર વિજય મેળવવા ધર્મનું શરણ સ્વીકારીએ.
-: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો : (૧) સંજ્ઞા એટલે શું? સમજાવો. (૨) સંજ્ઞાઓ કેટલા પ્રકારની છે? તેનો અર્થ શું? અને તેમાં કયા કર્મો ભાગ ભજવે છે ? (૩) સંજ્ઞાઓને આધીન થવું સારું? શા માટે? સલ્વેસિં ચઉ દહ વા, સન્ના સલ્વે સુરા ચ ચરિંસા નર-તિરિ છસ્સઠાણા, હુંડા વિગલિંદિ-નેરઈયા ૧૨ નાણાવિહ-ધ-સૂઈ, બુબુચ વણ-વાઉ-તેઉ અપકાયા પુટવી મસૂરચંદા, -કારા સંડાણઓ ભણિયા | ૧૩ /
સર્વ જીવોને ચાર કે દસ (કે ૧૬) સંજ્ઞા હોય છે. સર્વ દેવો સમચતુરસ (સંસ્થાનવાળા), મનુ-તિર્યંચ છ એ સંસ્થાનવાળા, વિકલેન્દ્રિય અને નારકો હુંડક (સંસ્થાનવાળા) હોય છે.
અનેક પ્રકારના, ધ્વજા, સોય, પરપોટાના આકારવાળા (અનુક્રમે) વનસ્પતિ, વાયુ, અગ્નિ, અપૂકાય છે તેમજ પૃથ્વીને મસુરની દાળ કે ચંદ્રના આકારવાળી કહેલી છે.
લાગણી
દંડક પ્રકરણ-૧૮
Page #11
--------------------------------------------------------------------------
________________
પાઠ-૬: સંસ્થાન
સંસ્થાન એટલે શરીરનો આકાર. તે જ પ્રકારે છે.
(૧) સમચતુરસ સંસ્થાન : જેના શરીરના ચાર ખૂણા સરખા હોય તેવું સંસ્થાન. ગર્ભજ મનુષ્યની અપેક્ષાએ વિચારીએ તો પદ્માસનમાં બેઠેલ માણસના જમણા ખભાથી ડાબો ઢીંચણ, ડાબા ખભાથી જમણ ઢીંચણ અને પદ્માસનના મધ્ય ભાગથી નાસિકાનો અગ્રભાગ, આ ચારેય માપમાં સરખા હોય, તે સમ-ચતુરસ સંસ્થાન અથવા તો શરીરના સર્વ અવયવો સામુદ્રિક શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પ્રમાણસર હોય તે સમચતુરસ સંસ્થાન. (૨) ન્યગ્રુધ પરિમંડલ સંસ્થાન : ન્યગ્રોધ (વડવૃક્ષ) ના પરિમંડલની જેમ, નાભિથી ઉપરના અવયવો પ્રમાણયુક્ત અને થડની જેમ નાભિથી નીચેના અવયવો પ્રમાણરહિત હોય, તે ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન. (3) સાદિ સંસ્થાન : નાભિથી નીચેના અવયવો પ્રમાણયુકત અને ઉપરના અવયવો પ્રમાણરહિત હોય, તે સાદિ સંસ્થાન. કેટલાક ગ્રન્થકારો તેને સાચી સંસ્થાન (શાલ્મલી વૃક્ષના આકારવાળું) કહે છે. (૪) વામન સંસ્થાન : મસ્તક, ગ્રીવા (ડોક), હાથ અને પગ પ્રમાણયુક્ત હોય અને બાકીના અવયવો પ્રમાણરહિત હોય, તે વામન સંસ્થાન. (૫) કુન્જ સંસ્થાન : મસ્તક વગેરે ચાર અવયવો પ્રમાણરહિત હોય અને પીઠ, ઉદર (પેટ), છાતી વગેરે બાકીના અવયવો પ્રમાણયુક્ત હોય, તે કુજ સંસ્થાન. (૬) હંડક સંસ્થાન : પ્રાયઃ સર્વ અવયવો પ્રમાણરહિત હોય, તે હૂંડક સંસ્થાન.
કયા જીવોને કયું સંસ્થાન એકેન્દ્રિય : હુંડક સંસ્થાન. (પૃથ્વીકાયને મસુરની દાળ કે અર્ધચન્દ્રના આકારનું અકાયને પરપોટાના આકારનું અગ્નિને સોયના આકારનું વાયુને ધ્વજાના આકારનું અને વનસ્પતિને જુદા-જુદા અનેક આકારનું સંસ્થાન હોય છે. વાયુનું વૈક્રિય શરીર પણ ધ્વજાના આકારનું હોય છે. સબૂર ! પ્રત્યેક વનસ્પતિ સિવાયના
એકેન્દ્રિયનું એક શરીર દેખાતું નથી. જે દેખાય છે તે અસંખ્ય શરીરોનો પિંડ હોવાથી જણાવ્યા કરતાં જુદો આકાર બની શકે છે.) વિકલેન્દ્રિય, સંમૂર્છાિમ તિર્યંચ, સંમૂર્છાિમ મનુષ્ય : હુંડક સંસ્થાન. ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય : છ એ સંસ્થાન (અનેક જીવોની અપેક્ષાએ) (તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, પ્રતિવાસુદેવ, નારદ, યુગલિક વગેરેને પ્રથમ સંસ્થાન જ હોય છે.) દેવ : સમચતુરસ સંસ્થાન (ઉત્તર વૈક્રિય શરીર અનેક પ્રકારે રચી શકાય છે, માટે તે અનેક પ્રકારનું હોઈ શકે છે.) નારક : હુંડક સંસ્થાન (તે બિલાડીએ ફાડી નાખેલ અને પાંખો અને ડોક વિનાના પક્ષી જેવું અતિ બિભત્સ અને ભયાનક હોય છે. ‘હું સુંદર શરીર બનાવું' તેવું નક્કી કરી, ઉત્તર વૈક્રિય શરીર બનાવે તો તે પણ અત્યંત ભયંકર અશુભતર હુંડક સંસ્થાનવાળું જ બને છે.).
ક્ષેત્રની અપેક્ષાએ સંસ્થાન પાંચ મહાવિદેહમાં સદા છ એ સંસ્થાન હોય છે. પાંચ ભરત અને પાંચ ઐરવતમાં અવસર્પિણીના પહેલા-બીજા-ત્રીજા આરામાં યુગલિકો હોવાથી પહેલું સંસ્થાન; ચોથા આરામાં છ એ સંસ્થાન, પાંચમા-છઠ્ઠા આરામાં હુંડક સંસ્થાને (હાલ પાંચમો આરો હોવાથી આપણને બધાને હુંડક સંસ્થાન હોય છે); ઉત્સર્પિણીના પહેલા-બીજા આરામાં હૂંડક સંસ્થાન, ત્રીજા આરામાં છે એ સંસ્થાના અને ચોથા-પાંચમા-છઠ્ઠા આરામાં યુગલિકો હોવાથી પહેલું સંસ્થાન હોય છે.
પ્રથમ સંઘયણી જ કેવળજ્ઞાન પામી શકે છે. હા... તેમનું સંસ્થાન છ માંથી કોઈ પણ હોય ચાલી શકે.
-: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો: (૧) સંસ્થાન એટલે શું? તે કયા કયા? વ્યાખ્યા લખો. (૨) કયા જીવોને કયું સંસ્થાન હોય? (કોઈ પણ પૂછી શકાય.) (૩) ક્ષેત્રની અપેક્ષાએ ક્યારે કયા કયા સંસ્થાન હોય ?
દંડક પ્રકરણ-૧૯
દંડક પ્રકરણ-૨૦
Page #12
--------------------------------------------------------------------------
________________
પાઠ-૭ : ઉપાય
દરેક સંસારી જીવોને ઓછા-વત્તા અંશે ચારેય કષાય હોય છે. કષાયોથી સંપૂર્ણ મુક્ત તો વીતરાગ, કેવળજ્ઞાની અને સિદ્ધ પરમાત્મા જ છે.
-: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો : (૧) કષાય એટલે શું? તે કેવી રીતે ભયંકર છે ? સમજાવો. (૨) કયા જીવોને કેટલા કષાય હોય ? સલ્વેવિ ચઉ-કસાયા, લેસ-છગં ગબમતિરિય-મણુએસુ | નારય તેઉ વાઉ, વિગલા વેમાાણિ ય તિલેસા મે ૧૪ 1
સર્વેને ચાર કષાયો હોય છે. ગર્ભજ તિર્યંચ અને મનુષ્યોને વિષે છ લેશ્યા તથા નારક, તેઉકાય, વાયુકાય, વિકસેન્દ્રિય અને વૈમાનિકો ત્રણ લેશ્યાવાળા હોય છે.
શુદ્ધ સ્વભાવવાળા જીવને કર્મથી મલિન કરે તે કષાય. (કષ) કર્મોનો અથવા સંસાર ભ્રમણનો (આયક) લાભ જેનાથી થાય તે કષાય. તે ચાર પ્રકારે છે : (૧) ક્રોધ (૨) માન (૩) માયા (૪) લોભ.
કષાયોથી ચિત્તની પ્રસન્નતા, જીવનમાં શાંતિ, કુટુંબમાં સંપ, શરીરનું આરોગ્ય ખલાસ થાય છે. તે આ ભવ અને પરભવને બગાડનારા વૈરી છે.
પેલા ઘોર તપસ્વી અને સંયમી સાધુ ક્રોધના પાપે ચંડકૌશિક દૃષ્ટિવિષ સર્પ બન્યા, માનના પાપે એક વર્ષના સાધક બાહુબલિ મુનિને કેવળજ્ઞાન ન મળ્યું (હા... અહંકાર નાશ થતાંની સાથે જ કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું); પૂર્વભવમાં સેવેલી માયાને કારણે તીર્થંકર શ્રી મલ્લિનાથને સ્ત્રીદેહે (મલ્લિકુ મારી નામે) જનમવું પડ્યું, લોભના પાપે કંજૂસ મમ્મણશેઠને સાતમી નરકમાં જવું પડયું. કેવો ભયંકર કષાય!
ક્રોધના પાપે પતિ-પત્નીના સંબંધો પણ કેવા કડવા ઝેર બને છે ! અહંકારના પાપે દીકરાઓ અને પુત્રવધૂઓ દ્વારા માતા-પિતાઓ કેવા હડધૂત કરાય છે ! માયાના પાપે કેવી દાંભિકતા દુનિયામાં ચાલે છે ? ઘન વગેરેના લોભના પાપે પતિ-પત્ની, ભાઈ-ભાઈ, બાપ-દીકરા વચ્ચે કેવા કલેશો સર્જાય છે ? ધંધામાં ભેળસેળ, વિશ્વાસઘાત, જૂઠ, અનીતિ, હિંસા વગેરે કોના પાપે ? ધનના લોભના જ પાપે ને ?
ખરેખર! ક્રોધ પ્રીતિનો નાસ કરે છે, માન વિનયને ખલાસ કરે છે, માયા મૈત્રીને ખતમ કરે છે, અને લોભ તો પ્રીતિ, વિનય, મૈત્રી વગેરે તમામ ગુણોનો ખાત્મો બોલાવે છે.
કષાયની ભયંકરતા પીછાણીને સમજુ માણસોએ કષાયોને જ ખતમ કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. ક્રોધના સ્થાને ક્ષમાં આચરવી; માનના સ્થાને વિનય અને નમ્રતા દાખવવી, માયાના સ્થાને સરળતા કેળવવી, અને લોભના સ્થાને સંતોષ, ઉદારતા વગેરે ખડા કરી દેવા.
દંડક પ્રકરણ-૨૧
દંડક પ્રકરણ-૨૨
Page #13
--------------------------------------------------------------------------
________________
પાઠ-૮: વેશ્યા
પરિણામ) (૫) પા લેશ્યા (વધુ શાંત પરિણામ) (૬) શુકલ લેડ્યા (અતિ શાંત પરિણામ). દ્રવ્ય વેશ્યાના અનુક્રમે કાળા, નીલા, ભૂરા, લાલ, પીળા અને સફેદ વર્ણના પુદ્ગલો હોય છે.
આમાંની પહેલી ત્રણ અશુભ લેશ્યા છે, જ્યારે પછીની ત્રણ શુભ લેશ્યા છે. - હિટલર, સદ્દામ હુસેન, સોમીલ સસરો, સંગમદેવ, અમરકુમારની મા વગેરે દૃષ્ટાંતો તરફ નજર નાખીએ, તો લાગે કે તેઓ કૃષ્ણ વગેરે અશુભ લેશ્યાનો ભોગ બનેલા હતા.
પુણિયો શ્રાવક, અંજના સુંદરી, મહાસતી સીતા, મીરા, નરસિંહ મહેતા વગેરે તરફ નજર નાખીએ તો અનુમાન કરી શકીએ કે તેઓ પા વગેરે શુભ લેયાથી વિભૂષિત હતા.
વેદનાના દાવાનળ વચ્ચે પણ કેવળજ્ઞાન સુધી પહોંચનાર ખંધકમુનિ, ગજસુકુમાળ મુનિ, સ્કંદસૂરિના ૫૦૦ શિષ્યો, મેતારક મુનિ વગેરે વિશિષ્ટ શુકલ વેશ્યાના સ્વામી બન્યા હતા.
દઢપ્રહારી હત્યારો શરૂમાં કૃષ્ણાદિ અશુભ લેશ્યાનો ભોગ બનેલ હતો, પરંતુ પાછળથી સદ્ગુરુના યોગે શુભલેશ્યા પામી સાધુ બની કેવળજ્ઞાન પ્રાપ્ત કરી
લેશ્યા એટલે અમુક પ્રકારનો આત્મપરિણામ. તેને સમજવા માટે એક દૃષ્ટાંત વિચારીએ.
છ મિત્રો જંગલમાં ફરવા નીકળ્યા. બધાને ભૂખ લાગી. રસ્તામાં જાંબૂનું વૃક્ષ આવ્યું. તે જોઈને બધાને જાંબુ ખાવાની ઈચ્છા જાગી. પહેલો બોલ્યો : આ વૃક્ષને મૂળમાંથી જ ઉખેડી નાખીએ, પછી મજેથી જાંબૂ ખાઈએ. બીજો બોલ્યો : એવું શા માટે ? તે કરતાં મોટી-મોટી શાખાઓ તોડીએ. ત્રીજો બોલ્યો : તે કરતાં નાની-નાની શાખાઓ જ તોડીએ. ચોથો બોલ્યો : શાખાઓ શા માટે તોડવી ? જાંબૂની લૂમો જ તોડીએ. પાંચમો બોલ્યો : લૂમો પણ શા માટે ? તેમાંથી માત્ર પાકા-પાકા જાંબૂ જ તોડીએ. છઠ્ઠો બોલ્યો : ભાઈઓ! આપણે વૃક્ષને શા માટે નુકશાન પહોંચાડવું? આ નીચે ઘણા જાંબૂઓ તૂટેલા પડ્યા જ છે. તે ખાઈને સંતોષ માનીએ.
છએને જાંબૂ ખાવાની ઈચ્છા છે, પરંતુ તેઓના આત્મપરિણામમાં ફેર છે. પહેલાના પરિણામ એકદમ ક્રૂર છે, જ્યારે પછી-પછીના મિત્રોના પરિણામમાં ઉત્તરોત્તર સુધારો છે.
આ આત્મપરિણામ એ ભાવલેશ્યા છે. કોઈના આત્મપરિણામ શુભ હોય છે, તો કોઈના અશુભ પણ હોય છે. એક જ વ્યક્તિના આત્મપરિણામ જુદાજુદા સમયે બદલાતા પણ હોય છે. આ આત્મપરિણામ રૂ૫ ભાવલેશ્યા ઉત્પન્ન થવામાં કારણભૂત જે પુદ્ગલો છે તે દ્રવ્યલેશ્યા કહેવાય છે.
આ વેશ્યાનું છ વિભાગમાં વિભાગીકરણ કરવામાં આવ્યું છે. (૧) કૃષ્ણલેશ્યા (અતિ ક્રૂર પરિણામ) (૨) નીલ લેશ્યા (ઓછો ક્રૂર પરિણામ) (૩) કાપોત લેશ્યા (અલ્પ ક્રૂર પરિણામ) (૪) તેજો વેશ્યા (અલ્પ શાંત
દંડક પ્રકરણ-૨૩
લીધું.
આપણે પણ આવી વેશ્યાઓ સુધારવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ, જેથી દુઃખ, દુર્ગતિ અને અશાંતિના બદલે સુખ, સદ્ગતિ અને શાંતિ પ્રાપ્ત કરી શકીએ. અરે ! મોક્ષ સુધી પણ પહોંચી શકીએ.
સ્થિતિબંધ થવામાં કષાય કારણ છે, જ્યારે રસબંધ નક્કી થવામાં કષાય અને વેશ્યા બન્ને કારણ છે. બે જુદી જુદી વ્યક્તિનો સરખો જ કષાય હોવા છતાં તેમની લેગ્યામાં ફેર હોઈ શકે છે. જેમ એક ભાઈને ઘરમાં ટી.વી. જોતાં કામવાસના જાગી; અને બીજા ભાઈને દેરાસરમાં સ્ત્રી જોતાં કામવાસના જાગી. અહીં માનો કે કામવાસનાનો પાવર એક સરખો હોય, તો પણ દેરાસરમાં કામવાસના જાગી તેની વેશ્યા (આત્મ પરિણામ) વધારે ખરાબ કહેવાય. એકને પત્ની ઉપર ક્રોધ જાગ્યો; અને બીજાને ગુરુ મહારાજ ઉપર ક્રોધ જાગ્યો. માનો કે બન્ને ક્રોધનો પાવર એક જ સરખો હોય, તો પણ ગુરુ મહારાજ ઉપર ક્રોધ
દંડક પ્રકરણ-૨૪
Page #14
--------------------------------------------------------------------------
________________
જાગ્યો તેની લેશ્યા (આત્મ પરિણામ) વધુ ખરાબ કહેવાય. સરખા જ પાવરના લોભથી એકે કોઈના ઘરમાં ચોરી કરી; અને બીજાએ દેરાસરમાં ચોરી કરી, તો બીજાની લેશ્યા વધુ ખરાબ કહેવાય. કષાય દશ ગુણસ્થાન સુધી જ હોય છે, જ્યારે લેશ્મા તેર ગુણસ્થાન સુધી હોય છે.
કયા જીવોને કઈ લેશ્યા
લબ્ધિ પર્યાપ્ત બાદર પૃથ્વી-અપ-વનસ્પતિ : ૪ : કૃષ્ણ, નીલ, કાર્પાત, તેજો. (આમ તો આ જીવોને તેજોલેશ્યા યોગ્ય દ્રવ્યો (પુદ્ગલો) ગ્રહણ કરવાની શક્તિ ન હોવાથી તેજોલેશ્યા ન હોય. પરંતુ બે દેવલોક સુધીનો તેજોલેશ્યાવાળો કોઈ દેવ ચ્યવીને તેઓમાં ઉત્પન્ન થાય ત્યારે પહેલા અંતર્મુહૂર્ત સુધી (કરણ અપર્યાપ્ત અવસ્થા સુધી) તેજો લેશ્યા હોય, પછી ન હોય. દેવ-નરક અંગે એવો નિયમ છે કે તેમની લેશ્યા તેમના પૂર્વભવના છેલ્લા અંતર્મુહૂર્તમાં અને પછીના ભવના પહેલા અંતર્મુહૂર્ત સુધી રહે છે. તેથી એમ કહેવાય છે કે તેમને લેશ્યા લેવા આવે છે અને મૂકવા જાય છે.)
બાકીના એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સંમૂર્છિમ મનુષ્ય-તિર્યંચ : ૩ : કૃષ્ણ, નીલ,
કાપોત
ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય : છે એ લેશ્યા.
નારક : ૩ : કૃષ્ણ, નીલ, કાોતમાંથી કોઈપણ એક.
(પહેલી-બીજી નરકમાં કાપોત; ત્રીજીમાં કાપોત કે નીલ; ચોથીમાં નીલ; પાંચમીમાં નીલ કે કૃષ્ણ; છઠ્ઠીમાં કૃષ્ણ લેશ્યા હોય છે.)
પરમાધાર્મિક : ૧ : કૃષ્ણ વેશ્યા.
બાકીના ભવનપતિ : ૪ : કૃષ્ણ, નીલ, કાપોત કે તેજોમાંથી કોઈપણ એક. વ્યંતર : ૪ : કૃષ્ણ, નીલ, કાપોત કે તેજોમાંથી કોઈપણ એક.
જ્યોતિષ : ૧ : તેજો.
વૈમાનિક : ૩ : તેજો, પદ્મ કે શુક્લ.
(પહેલા-બીજા દેવલોકમાં તેજો; ત્રણથી પાંચમાં પદ્મ; છ થી ૧૨માં શુક્લ; નવગૈવેયક-પાંચ અનુત્તરમાં શુક્લ લેશ્યા હોય છે.)
દંડક પ્રકરણ-૨૫
જાણવા જેવું : * મનુષ્ય અને તિર્યંચોની દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા દરેક અંતર્મુહૂર્ત બદલાયા કરે છે. ફક્ત તેરમે ગુણઠાણે માત્ર શુક્લલેશ્યા જ હોય છે; અને તે બદલાતી નથી. તે આયુષ્ય મુજબ ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટિ વર્ષ લગી રહે છે. * દેવ અને નારકોની દ્રવ્યલેશ્યા બદલાતી નથી. તે ઉપર જણાવ્યા મુજબ હોય છે. હા... આત્મ-પરિણામ રૂપ ભાવલેશ્યા તો દરેક અંતર્મુહૂર્તે તેમને પણ બદલાય છે. * મનુષ્ય અને તિર્યંચોની એક લેશ્યા બીજી લેશ્યાના દ્રવ્યોને (પુદ્ગલોને) પામીને તે રૂપે બની જાય છે, માટે દ્રવ્યલેશ્યા પણ બદલાય છે, જ્યારે દેવ-નારકોની દ્રવ્યલેશ્યા બીજી લેશ્યાના પુદ્ગલોને પામીને તે રૂપે થતી નથી, માત્ર તેવા આકારપણાને કે તેવા પ્રતિબિંબપણાને પામીને શુદ્ધ કે અશુદ્ધ બને છે. તેથી ભાવલેશ્યા બદલાય છે, પરંતુ દ્રવ્યલેશ્યા બદલાતી નથી. જેમ વૈસૂર્યમણિ રાતા, પીળા વગેરે દોરાના સંયોગે તે તે કલરના આકારપણાને પામે છે; અને સ્ફટિક જપાપુષ્પના સંયોગે તેના (જપાપુષ્પના) પ્રતિબિંબપણાને ધારણ કરે છે, પણ હકીકતમાં તેઓ પોતાના મૂળ સ્વરૂપને તજતા નથી, તે રીતે દેવનારકની દ્રવ્યલેશ્યા બદલાતી નથી. જો કે તેમનું ભાવપરિવર્તન થાય છે, તેથી ભાવલેશ્યાની અપેક્ષાએ દેવ-નારકને છ એ લેશ્યા સંભવે છે. ભાવપરાવૃત્તે: પુનઃ સુર-નૈયિાળાપિ પદ્-જ્ઞેયાઃ.। તેથી જ પહેલા દેવલોકમાં (દ્રવ્ય) તેજોલેશ્યા હોવા છતાં, ત્યાંના રહેવાસી અને પ્રભુવીરને ઘોર ઉપસર્ગ આપનાર સંગમદેવ માટે અતિક્રૂરતા રૂપ (ભાવ) કૃષ્ણલેશ્યા સંભવી શકે છે; અને સાતમી નરકમાં (દ્રવ્ય) કૃષ્ણલેશ્યા હોવા છતાં ભાવ-પરિવર્તન થવાથી (ભાવ શુભલેશ્યા આવવાથી) સમ્યક્ત્વનો લાભ પણ થઈ શકે છે. જો કે આ બદલાતી ભાવલેશ્યા અલ્પકાલીન હોય છે અને તે ચાલી જતાં ફરી મૂળ લેશ્યા જ આવી જાય છે.
૧ થી ૬ ગુણસ્થાન ૭ મું ગુણસ્થાન
૮ થી ૧૩ ગુણસ્થાન
૧૪ મું ગુણસ્થાન
ગુણસ્થાનમાં લેશ્યા
: છ એ લેશ્યા
: તેજો, પદ્મ, શુક્લ
શુક્લ
: લેશ્યા ન હોય
દંડક પ્રકરણ-૨૬
Page #15
--------------------------------------------------------------------------
________________
કઈ લેશ્યા કેટલા ગુણસ્થાન સુધી કૃષ્ણ, નીલ, કાપોત : ૧ થી ૬ ગુણસ્થાન તેજો, પદ્ય : ૧ થી ૭ ગુણસ્થાન શુક્લ
: ૧ થી ૧૩ ગુણસ્થાન
-; સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો : (૧) લેગ્યા એટલે શું? તેના પ્રકારો દષ્ટાંતથી સમજાવો. (૨) કયા જીવોને કઈ કઈ વેશ્યાઓ હોય ? (કોઈ પણ પૂછી શકાય.) (૩) દ્રવ્યલેયા અને ભાવલેશ્યાના પરિવર્તન અને શું નિયમ છે ? વિગતવાર સમજાવો. (૪) ગુણસ્થાનમાં લેશ્યા અને લેથામાં ગુણસ્થાને લખો. જોઈસિચ તેઉલેસા, સેસા સબૅવિ હૃતિ ચઉલેસા | ઈંદિરાદા સુગમ, મયુઆણં સત્ત સમુધાયા
જયોતિષી દેવો તેજોલેશ્યાવાળા અને શેષ સર્વે ચાર લેશ્યાવાળા હોય છે. ઈન્દ્રિય દ્વાર સહેલું છે. મનુષ્યોને સાત સમુઘાત હોય છે.
પાઠ-૯ ઈન્દ્રિય ઈન્દ્રિય પાંચ પ્રકારની છે : (૧) સ્પશેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) ધ્રાણેન્દ્રિય (૪) ચક્ષુરિન્દ્રિય (૫) શ્રોતેન્દ્રિય.
આંખ ખોલતાં જ સામે પડેલ પદાર્થ દેખાય છે. આ કેવી રીતે બને છે?
દેખાતી આંખમાં, ચન્દ્ર જેવા કે મસુરની દાળ જેવા આકારની આંખેથી ન દેખી શકાય તેવી ચક્ષુરિન્દ્રિય હોય છે. તેનામાં પદાર્થના રૂ૫ને પારખવાની (જોવાની) શક્તિ હોય છે. (જોવાની શક્તિ હોવાથી જ તે ચક્ષુરિન્દ્રિય કહેવાય છે.)
વળી આંખ હોય પણ જીવ ન હોય તો દેખાય ? ના... વળી જીવ હોય પણ આંખ બંધ હોય તો દેખાય? ના.
મતિ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનો ક્ષયપશમ હોવાથી જીવમાં પદાર્થના રૂપને જોવાની લબ્ધિ (શક્તિ) હોય છે. વળી આંખને ખોલીને જોવા રૂ૫ ઉપયોગ કરાય ત્યારે દેખાય છે.
આ રીતે દરેક ઈન્દ્રિયો માટે સમજી લેવું. (૧) બહાર દેખાતી ઈન્દ્રિય તે બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય. (૨) અંદરની, ચક્ષુથી ન દેખી શકાય તેવી ઈન્દ્રિય તે અત્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય. (૩) ઈન્દ્રિયમાં રહેલી સ્પર્શ, રસ, ગંધ કે રૂપ પારખવાની (શક્તિ) તે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. (૪) મતિજ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી જીવમાં રહેલ સ્પર્શ, રસ, ગંધ, રૂ૫ અને શબ્દને પારખવાની લબ્ધિ (શક્તિ) તે લબ્ધિ ભાવેન્દ્રિય. (૫) એ શક્તિનો ઉપયોગ (વપરાશ) કરવો તે ઉપયોગ ભાવેન્દ્રિય. (બાહ્ય =બહાર દેખાતી, અત્યંતર= અંદર રહેલ, નિવૃત્તિ =અવયવરૂપ કે અમુક પ્રકારના આકારરૂ૫)
જીવ મૃત્યુ પામે છે ત્યારે બાહ્ય નિવૃત્તિ, અત્યંતર નિવૃત્તિ અને ઉપકરણ - આ ત્રણેય મૂકીને જાય છે. (તેથી જ તેવી વ્યક્તિની આંખ અન્ય આંધળાને કામ લાગી જાય છે.) આમ એ ત્રણ ઈન્દ્રિયો આત્માથી ભિન્ન હોવાથી દ્રવ્યેન્દ્રિય
દંડક પ્રકરણ-૨૮
દંડક પ્રકરણ-૨૭
Page #16
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ | સ્પર્શ | રસ | ગંધ | રૂ૫ | શબ્દ (જીવ | પારખવાની| પારખવાની | પારખવાની | પારખવાની | પારખવાની, માં રહેલ) | લબ્ધિ | લબ્ધિ | લબ્ધિ - લબ્ધિ લબ્ધિ ઉપયોગ | ઠંડો પવન | સાકરનો | પુષ્પની | મકાન, | ગધેડાનો (દા.ત.) પારખવો રસ પારખવો સુવાસ | માણસ વગેરે અવાજ
પારખવી | જોવા | સાંભળવો
કહેવાય છે. અથવા તે ત્રણેય ભાવેન્દ્રિયના કાર્યમાં મદદ કરતી હોવાથી દ્રવ્યેન્દ્રિય કહેવાય છે. જેમ આત્મામાં પદાર્થના રૂપને જોવાનો ક્ષયોપશમ હોય, પણ આંખે અંધાપો આવે કે આંખ બંધ કરવામાં આવે તો દેખાય ખરા ? ના... અલબત્ત દ્રવ્યેન્દ્રિયની સહાયથી ભાવેન્દ્રિય જોવા વગેરેનું કાર્ય કરી શકે છે.
જેમ ચિંતામણી રત્નનું રક્ષણ તિજોરીથી થાય છે. તેમ અતિકોમળ અત્યંતર નિવૃત્તિનું રક્ષણ બાહ્ય નિવૃત્તિથી થાય છે. બાહા નિવૃત્તિ જો ન હોય તો અતિકોમળ અત્યંતર નિવૃત્તિને ઘણાં બાહ્ય વ્યાઘાતો પડે, અને જલ્દી ખલાસ થઈ જાય.
વળી ઉપકરણ ઈન્દ્રિય એ અત્યંતર નિવૃત્તિથી જુદી થતી નથી, છતાં શક્તિ રૂપ વિશેષતા બતાવવા માટે તેને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય તરીકે અલગ જણાવવામાં આવેલ છે. આ શક્તિ (ઉપકરણ) દરેક વ્યક્તિઓની દરેક ઈન્દ્રિયોમાં સરખી હોતી નથી. ઘણીવાર વ્યાઘાત લાગવાથી, ઉંમર વધવાથી કે કર્મવશાત્ શક્તિઓ ઘટી પણ શકે છે. જેમ આંખથી જોવાની, કાનેથી સાંભળવાની શક્તિ ઘટે. ઈન્દ્રિયોના કુલ ૨૪ ભેદ : સ્પર્શેન્દ્રિય શરીરના બાહ્ય અને અત્યંતર ભાગમાં, શરીરના આકારની અને શરીર જેવડી હોય છે, પણ શરીર એ (બાહા નિવૃત્તિ રૂ૫) ઈન્દ્રિય નથી. શરીર અને ઈન્દ્રિય જુદા-જુદા છે. આમ સ્પર્શેન્દ્રિયમાં બાહ્ય નિવૃત્તિ રૂ૫ દ્રવ્યેન્દ્રિય ન હોવાથી તેના ચાર ભેદ અને બાકીની ચાર ઈન્દ્રિયના પાંચ-પાંચ ભેદ હોવાથી કુલ ૨૪ ભેદ થાય છે.
સ્પર્શેન્દ્રિય રસનેન્દ્રિય | ધ્રાણેન્દ્રિય | ચક્ષુરિન્દ્રિય | શ્રોતેન્દ્રિય બાહ્ય | નથી | દેખાતી | દેખાતુ | દેખાતી | દેખાતો નિવૃત્તિ
નાક . આંખ | કાન અત્યંતર| શરીરના | જીભમાં નાકમાં આંખની કીકીમાં] કાનમાં નિવૃત્તિ | આકારની | ખુરપી પડઘમ ચન્દ્ર જેવા કે | કદમ્બ
અને શરીર | આકારની આકારની | મસુરની દાળ | પુષ્પના જેવડી
જેવા આકારની| આકારની ઉપકરણ| સ્પર્શ | રસ | ગંધ | રૂપ (ઈન્દ્રિય | પારખવાની | પારખવાની| પારખવાની | જોવાની સાંભળવાની માં રહેલ)| શક્તિ | શક્તિ | શક્તિ | શક્તિ શક્તિ
બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય આકાર અને પ્રમાણમાં જુદી-જુદી જાતના જીવની અપેક્ષાએ જુદી-જુદી હોય છે. જેમ હાથી, કુતરો, માણસ, સાપ વગેરેની જીભ, નાક વગેરેમાં કેટલો ફેર છે! પક્ષીઓના કાન તો સ્પષ્ટ દેખાતા નથી. માછલીની આંખ પડદાવાળી હોવાથી પાણીમાં ખુલ્લી રાખી શકે છે.
અત્યંતર નિવૃત્તિ દ્રવ્યન્દ્રિયના આકાર અને પ્રમાણમાં બધા જીવોની અપેક્ષાએ સમાનતા છે. સ્પર્શેન્દ્રિય પોતાના શરીર પ્રમાણ લાંબી-પહોળી અને પોતાના શરીરના આકારની, રસનેન્દ્રિય અંગુલ પૃથકત્વ (૨ થી ૯ અંગુલ) લાંબી-પહોળી અને ખુરપી આકારની, બાકીની ત્રણ ઈન્દ્રિયો અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ લાંબી-પહોળી અને પડઘમ વગેરે આકારની હોય છે, વળી પાંચેય ઈન્દ્રિયો અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ પાતળી હોય છે, અને ચર્મચક્ષુથી જોઈ શકાતી નથી.
જેમ - (૧) કેમેરો અને કેમેરામાં રહેલ મશાલાવાળી કાચની પ્લેટ (૨) તેમાં રહેલ બહારના બિંબને ઝડપવાની શક્તિ (૩) ફોટોગ્રાફમાં રહેલ ફોટો પાડવાની આવડત (લબ્ધિ); અને (૪) ફોટો પાડવાની ક્રિયા (કે મેરાનો ઉપયોગ), આ ચારેય ભેગા થાય ત્યારે જ ફોટો પાડવાનું કાર્ય થાય છે, તેમ સ્પર્શ વગેરે પારખવા માટે નિવૃત્તિ, ઉપકરણ, લબ્ધિ અને ઉપયોગ એ ચારેયની જરૂર પડે છે. તેમાંથી એકના પણ અભાવે સ્પર્શ વગેરે પારખવાનું કામ થઈ શકતું નથી.
જેમ-ચઉરિદ્રિય જીવ પાસે શ્રોતેન્દ્રિય નથી, તેથી જીવમાં સાંભળવાની લબ્ધિ હોવા છતાં તે સાંભળી શકતો નથી. આંધળા માણસને આંખ હોય છે, પરંતુ જોઈ શકતો નથી અને બહેરાને કાન છે છતાં સાંભળી શકતો નથી, કેમકે અત્યંતર નિવૃત્તિ કે ઉપકરણને નુકશાન પહોંચેલ છે. નિવૃત્તિ, ઉપકરણ અને લબ્ધિ હોય, પણ ઉપયોગ વિના સ્પર્શ વગેરે વિષય પરખાતા નથી. દા.ત. જીભ
દંડક પ્રકરણ-૩૦
શબ્દ
દંડક પ્રકરણ-૨૯
Page #17
--------------------------------------------------------------------------
________________
ઉપર સાકર ન મૂકીએ, ત્યાં સુધી તેનો આસ્વાદ માણી શકાતો નથી. આંખ બંધ જ રાખી હોય તો જોઈ શકાતું નથી. વત્સ: ગુરુજી ! મન ઈન્દ્રિય ન ગણાય? ગુરુજી : વત્સ ! મન પાસે નિવૃત્તિ ઈન્દ્રિય હોતી નથી. વળી મન સ્પર્શાદિ વિષયોમાં પ્રવર્તે છે ખરા, પણ તે સ્પર્શેન્દ્રિય વગેરે દ્વારા અનુભવાતાં કે અનુભવાયેલ પદાર્થોમાં પ્રવર્તે છે. આમ તે (મન) ઈન્દ્રિયોને પરતત્ર હોવાથી તેને નો-ઈન્દ્રિય તરીકે ગણેલ છે. કયા જીવને કેટલી ઈન્દ્રિય
સ્થાવર (એકેન્દ્રિય) : એક ; સ્પર્શેન્દ્રિય બેઈદ્રિયઃ બે : સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય તેઈન્દ્રિયઃ ત્રણ : ઉપરની બે + ધ્રાણેન્દ્રિય ચઉરિન્દ્રિય : ચાર : ઉપરની ત્રણ + ચક્ષુરિન્દ્રિય પંચેન્દ્રિયઃ પાંચ : ઉપરની ચાર + શ્રોતેન્દ્રિય જાણવા જેવું : નિવૃત્તિ-ઉપકરણ રૂ૫ દ્રવ્યેન્દ્રિય અંગોપાંગ નામકર્મના ઉદયથી મળે છે. * મનોજ્ઞ એવા શબ્દ (સંગીત વગેરે), રસ (શેરડીનો રસ વગેરે), ગંધ, રૂપ (પોતાનું કે પત્ની વગેરેનું ચિત્ર), સ્પર્શ, મનઃસુખતા (મનનું સુખ), વાકુ સુખતા (સર્વેના મનને આનંદ આપનારી વાણી), કાયસુખતા (કાયામાં સુખ)- આ સાતા વેદનીય કર્મના ઉદયથી જીવને મળે છે. આ રીતે અમનોજ્ઞ શબ્દાદિ અસાતા વેદનીય કર્મના ઉદયથી મળે છે.
પાઠ-૧૦: સમુદ્યાત પ્રબળતાથી (જોરથી) આત્મપ્રદેશો એકાએક શરીરની બહાર નીકળી પડી, વધારે પડતા જુના કર્મ પુદગલોની ઉદીરણા કરી, ભોગવી નાશ કરવાની એક જાતની પ્રક્રિયા તે જીવ સમુઘાત કહેવાય છે. (ઉદીરણા થવાથી ભવિષ્યમાં ભોગવવાના કર્મો વહેલા ભોગવાઈ જાય છે.) તે સાત પ્રકારે છે : (૧) વેદના સમૃઘાત : વેદનાથી વ્યાકુળ થયેલ આત્માના આત્મપ્રદેશો એકાએક શરીરની બહાર નીકળી પડી, અશાતા વેદનીય કર્મના ઘણા કર્મ પુદ્ગલોની ઉદીરણા કરી, ભોગવી નાશ કરે છે. (૨) કષાય સમુદ ઘાત : કષાયથી વ્યાકુળ થયેલ આત્માના આત્મપ્રદેશ એકાએક શરીરની બહાર નીકળી પડી, મોહનીય કર્મના ઘણા કર્મપુદગલોની ઉદીરણા કરી, ભોગવી નાશ કરે છે. (૩) મરણ સમુદઘાત : મરણ વખતે વ્યાકુળ થયેલ આત્માના આત્મપ્રદેશો એકાએક શરીરની બહાર નીકળી પડી, આયુષ્ય કર્મના ઘણા પુગલોની ઉદીરણા કરી, ભોગવી નાશ કરવા સાથે મરણ પામે છે. (૪) વૈક્રિય સમૃઘાત : ઉત્તર વૈક્રિય શરીર બનાવતી વખતે વૈક્રિય લબ્ધિવાળો આત્મા, પોતાના આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢી, વૈક્રિય નામકર્મના ઘણા કર્મપુદગલોની ઉદીરણા કરી, ભોગવી નાશ કરે છે, અને તે વખતે તૈજસ વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી તેજોલેશ્યા કે શીતલેશ્યા મૂકે છે. (૬) આહારક સમુદઘાત : આહારક શરીર બનાવતી વખતે, આહારક લબ્ધિવાળા ચૌદપૂર્વધર મહાત્મા, પોતાના આત્મપ્રદેશોને શરીર બહાર કાઢી, આહારક નામકર્મના ઘણા કર્મપુદ્ગલોની ઉદીરણા કરી, ભોગવી નાશ કરે છે, અને તે વખતે આહારક વર્ગણાના પુગલોને ગ્રહણ કરી આહારક શરીર બનાવે છે. (૭) કેવલિ સમુદઘાત : નામ, ગોત્ર અને વેદનીય કર્મની સ્થિતિ (કાળ) આયુષ્ય કર્મની સ્થિતિ કરતા વધુ હોય, તો તે ત્રણેયની સ્થિતિ આયુષ્યકર્મ જેટલી કરવા કેવલી ભગવંત આયુષ્યના છેલ્લા અંતર્મુહૂર્ત આઠ સમયનો કેવલી સમુદ્યાત કરે છે.
દંડક પ્રકરણ-૩૨
-: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો : (૧) ઈન્દ્રિયો જોવા વગેરેનું કાર્ય કરે છે તે કઈ રીતે ? સરળ ભાષામાં સમજાવો. (૨) ઈન્દ્રિયોના ૨૪ ભેદ વિગતવાર લખો. (૩) બાહ્ય અને અભ્યન્તરના નિવૃત્તિ દ્રવ્યન્દ્રિયના આકાર અને પ્રમાણ જણાવો. (૪) એકના પણ અભાવે સ્પર્શ વગેરે પારખવાનું કામ થઈ શકતું નથી. કેવી રીતે ? સમજાવો. (૫) મન ઈન્દ્રિય ગણાય ? કેમ ? (૬) કયા જીવને કેટલી અને કઈ ઈન્દ્રિયો હોય છે ?
દંડક પ્રકરણ-૩૧
Page #18
--------------------------------------------------------------------------
________________
તેમાં પહેલા સમયે : પોતાના આત્મપ્રદેશોનો સ્વદેહ પ્રમાણ જાડો અને લોકના નીચેના છેડાથી ઉપરના છેડા સુધી (૧૪ રાજલોક પ્રમાણ) ઊંચો દંડ બનાવે છે.
બીજા સમયે : ઉત્તરથી દક્ષિણ (અથવા પૂર્વથી પશ્ચિમ) લોકના અંત સુધી લાંબો બીજો કપાટ બનાવી મંથાન (ચાર પાંખવાળા રવૈયા જેવો) આકાર બનાવે છે.
ચોથા સમયે : ચાર આંતરા પુરી સંપૂર્ણ ચૌદરાજ લોકમાં વ્યાપ્ત થઈ જાય છે. (તે વખતે આત્માના આઠ રૂચક પ્રદેશો લોકના આઠ રૂચક પ્રદેશો જ્યાં છે ત્યાં હોય છે.).
પાંચમા સમયે : ચાર આંતરા સંહરે છે. (રવૈયા જેવો આકાર રહે.) છઠ્ઠા સમયે : એક કપાટ સંહરે છે. (કપાટ જેવો આકાર રહે.) સાતમા સમયે : બીજું કપાટ સંકરે છે. (દંડ જેવો આકાર રહે.) આઠમાં સમયે દંડ સંહરી પૂર્વની જેમ પોતાના દેહ પ્રમાણ થઈ જાય છે.
આ કેવલી સમુદ્રઘાતથી નામ, ગોત્ર અને વેદનીય કર્મનો પ્રબલ અપવર્તના કરણ દ્વારા ઘણો વિનાશ થઈ જાય છે, અને તેમની આયુષ્ય જેટલી (અંતર્મુહુર્ત) સ્થિતિ થઈ જાય છે. જાણવા જેવું : * વેદના અને કષાય સમુઘાત વખતે આત્મપ્રદેશો દ્વારા પેટ વગેરેના પોલાણ ભાગ તથા ખભા વગેરેના આંતરા પૂરાઈને શરીરની ઊંચાઈ તથા જાડાઈ જેટલો એક સરખો દંડાકાર થાય છે. * મરણ સમુઘાત વખતે મરણથી અંતમુહૂર્ત પહેલા આત્મપ્રદેશો શરીરની બહાર નીકળી, પોતાના દેહ પ્રમાણ જાડા દંડના આકારે, જ્યાં ઉત્પન્ન થવાનો હોય ત્યાં સુધી (જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્ય યોજન સુધી) લંબાવી, અંતર્મુહૂર્ત તેવી જ અવસ્થાએ રહી (કોઈ જીવ ફરીથી મૂળ શરીરમાં દાખલ થઈ, એ રીતે જ ફરી દીર્ધ દંડાકાર થઈ અવશ્ય) મરણ પામે છે. * વૈક્રિય, તૈજસ અને આહારક સમુઠ્ઠાત વખતે ઉત્કૃષ્ટથી સંખ્યાત યોજન દીર્ધ અને સ્વદેહ પ્રમાણ જાડો દંડાકાર થાય છે. * કેવલી સમુઘાતનો સમય ૮ સમયનો છે,
જ્યારે બાકીના સમુઘાતમાં પૂર્વકર્મોનો નાશ થાય છે. નવા બંધાતા નથી. * દરેક વેદના, કષાય કે મરણના પ્રસંગે તે તે સમુદઘાત થાય જ તેવો નિયમ નથી. વળી સમુદ્યાત જીવ ઈરાદાપૂર્વક જાણકારી પૂર્વક) કરી શકતો નથી. * વૈક્રિય
દંડક પ્રકરણ-૩૩
શરીર બનાવતાં વૈક્રિય સમુઘાત, તેજલેશ્યા કે શીતલેશ્યા મૂકતા તૈજસ સમુઘાત, અને આહારક શરીર બનાવતાં આહારક સમુઘાત હોય જ છે. વળી તે જીવ જાણકારીપૂર્વક કરે છે. * કેવલી સમુદઘાત દરેક કેવળી ભગવંત કરે જ એવો નિયમ નથી. નામ વગેરે કર્મની સ્થિતિ આયુષ્ય કર્મ કરતાં અધિક હોય તે જ કેવળી કરે છે. વળી આ સમુદઘાતને કેવળી ભગવંત જાણતા હોય છે. * આખા ભવચક્રમાં વધુમાં વધુ આહારક સમુઘાત ચાર વખત, કે વળી સમુદ્યાત એક વખત થાય છે, જ્યારે બાકીના સમુદુઘાત જીવ અનંતી વાર કરે છે. * અનેક જીવની અપેક્ષાએ વધુમાં વધુ એક સાથે આહારક સમુદુઘાત સહસ્ત્ર પૃથકત્વ (૨ હજારથી ૯ હજાર), કેવલી સમુદ્યાત શતપૃથકત્વ (૨૦૦ થી ૯૦૦); તૈજસ સમુદઘાત અસંખ્ય, વૈક્રિય સમુદ્દાત અસંખ્ય, મરણ સમુઘાત અનંત (કેમકે નિગોદના અનંતાજીવો સદાકાળ વિગ્રહગતિમાં હોય છે. તેઓ પ્રાયઃ મરણ સમુદુઘાતવાળા હોય છે); કષાય સમુદુઘાત અનંત; અને વેદના સમુદુઘાત અનંત સંભવે છે. * દેવો પરસ્પર યુદ્ધ થતાં એક-બીજાને ભયાનક વેદના આપે છે, ત્યારે તેમને વેદના સમુદ્યાત સંભવે છે.
કયા સમુદઘાત કયા જીવને વેદના, કષાય, મરણ : કોઈ પણ જીવને વૈક્રિય સમુઘાત : વૈક્રિય લબ્ધિવાળા બાદર પર્યાપ્ત વાયુકાય,
ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, દેવ, નારકને ઉત્તર
વૈક્રિય શરીર બનાવતા. તૈજસ સમુદ્યાત : તૈજસ લબ્ધિવાળા ગર્ભજ તિર્યંચ, ગર્ભજ
મનુષ્ય, દેવને તેજો કે શીતલેશ્યા મૂકતી વખતે. : આહારક લબ્ધિવાળા ચૌદ પૂર્વધર મહાત્માને
આહારક શરીર બનાવતા. કેવલી સમુદ્ઘાત : કેવળી ભગવંતને
કયા જીવને કેટલા સમુદઘાત બાદર પર્યાપ્ત વાયુકાય : વેદના, કષાય, મરણ, વૈક્રિય બાકીના એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સંમૂચ્છિમ તિર્યચ-મનુષ્ય : ૩ : વેદના, કષાય, મરણ (ત્રસનાડીની બહાર નિરાબાધ સ્થાને રહેલ સૂક્ષ્મ વગેરે એકેન્દ્રિય જીવોને
દંડક પ્રકરણ-૩૪
Page #19
--------------------------------------------------------------------------
________________
તથા પ્રકારના ઉપઘાતનો અભાવ હોવાથી તેમને વેદના સમુદ્દાત ન હોય. બાકીના બે હોઈ શકે.)
ગર્ભજ તિર્યંચ : ૫ : ઉપરના ત્રણ + વૈક્રિય, તૈજસ (કેટલાક ગર્ભજ તિર્યંચોને દેશવિરતિ ચારિત્રને અનુસરતા વ્રત, નિયમ, તપશ્ચર્યા વગેરે હોવાથી તેઓ વૈક્રિય કે તૈજસ લબ્ધિવાળા બની શકે છે. યુગલિક તિર્યંચોને લબ્ધિ ન હોવાથી તેમને ત્રણ જ સમુઘાત હોઈ શકે.)
ગર્ભજ મનુષ્ય : ૭ : (છદ્મસ્થ મનુષ્યને કેવલી સમુદ્દાત વિના છ અને કેવલીને માત્ર એક કેવલી સમુદ્દાત હોઈ શકે. કેવલીને અશાતાનો ઉદય હોઈ શકે, પરંતુ વ્યાકુળતા કે ઉદીરણા ન હોય, માટે વેદના સમુદ્દાત ન હોય; કષાય ન હોવાથી કષાય સમુદ્દાત ન હોય; પરભવમાં ઉત્પન્ન થવાનું ન હોવાથી તેમજ નિર્વાણ સમયે આત્મપ્રદેશો કંદુક (દડા) ની જેમ પિંડિત થઈ મોક્ષમાં જાય છે, માટે મરણ સમુદ્દાત ન હોય; કેવલી લબ્ધિ ફોરવે નહીં, માટે વૈક્રિય વગેરે સમુદ્દાત પણ ન હોય. યુગલિકોને તથા લબ્ધિ વિનાના મનુષ્યોને ત્રણ જ સમુદ્દાત હોઈ શકે. લબ્ધિવાળાને ચાર, પાંચ કે છ સમુદ્દાત હોઈ શકે.) દેવ : ૫ : ત્રણ + વૈક્રિય, તેજસ
નારક : ૪ : ત્રણ + વૈક્રિય (નારકને વૈક્રિય લબ્ધિ અને દેવને વૈક્રિય તથા તૈજસ લબ્ધિ વ્રત-તપશ્ચર્યા વગેરેથી નહીં, પરંતુ તથાપ્રકારના ભવસ્વભાવથી જ ઉત્પન્ન થયેલી હોય છે.)
અપર્યાપ્ત અવસ્થામાં : કોઈ પણ જીવને ત્રણ સમુદ્દાત હોઈ શકે. (ઉપર જણાવ્યા તે પર્યાપ્ત અવસ્થાની અપેક્ષાએ સમજવા.)
અજીવ સમુદ્દાત : અચિત્ત મહાકંધના નામે ઓળખાતો અનંત પરમાણુઓનો અનંતપ્રદેશી સ્કંધ કેવલી સમુદ્દાતની જેમ તથાવિધ વિશ્વસા પરિણામ વડે (સ્વાભાવિક રીતે) ચાર સમયમાં સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત થઈ, પુનઃ બીજા ચાર સમયમાં અનુક્રમે સંહરાઈ મૂળ અવસ્થાવાળો (અંગુલના અસંખ્યાતમાં ભાગનો) થાય છે. તે અજીવ સમુદ્દાત કહેવાય. આવા અચિત્ત મહાસ્કંધો વિશ્વમાં અનંતા છે.
-: સ્વાધ્યાય :
મુખ્ય પ્રશ્નો : (૧) સમુદ્દાત એટલે શું ? તેના પ્રકારો વ્યાખ્યા સાથે લખો.
દંડક પ્રકરણ-૩૫
(૨) આઠ સમયનો કેવલી સમુદ્દાત સમજાવો. (૩) સાત સમુદ્દાત વિષે જાણવા જેવું સરળ ભાષામાં લખો. (૪) કયા સમુદ્ઘાત કયા જીવોને હોય ? (૫) કયા જીવને કયા સમુદ્દાત હોઈ શકે ? વિગતવાર લખો. (૬) અજીવ સમુદ્ઘાત એટલે શું ?
વેયણ કસાય મરણે, વેઉન્વિય તેયએ ય આહારે 1 કેવલિ ય સમુગ્ધાયા, સત્ત ઈમે હુંતિ સન્નીણં ॥૧૬॥ એગિદિયાણ કેવલ-તેઉ-આહારગ-વિણા ઉ ચત્તારિ । તે વેઉવ્વિય-વજ્જા, વિગલા સન્નીણ તે ચેવ
॥ ૧૭ ]]
પણ ગબ્યતિરિ-સુગુ, નારય-વાઈસુ ચÎર નિય સેર્સ । વિગલ દુ દિઠ્ઠી થાવર, મિચ્છત્તિ સેસ તિય દિઠ્ઠી
॥ ૧૮ ॥
વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહારક અને કેવલિ સમુદ્દાત છે. આ સાત સંજ્ઞિ જીવોને હોય છે.
એકેન્દ્રિયોને કેવલિ, તૈજસ, આહારક વિના ચાર, (તે) તે ચારમાંથી વૈક્રિયને વર્જીને (ત્રણ સમુદ્ઘાત) વિકલેન્દ્રિયોને તેમજ સંત્રિ જીવોને (તે) તે સાતેય (સમુદ્ઘાત) હોય છે.
ગર્ભજ તિર્યંચ અને દેવોને (પણ) પાંચ, નારક અને વાયુને વિષે ચાર અને બાકીનાઓને ત્રણ (સમુદ્ઘાત) હોય છે. વિકલેન્દ્રયને બે દૃષ્ટિ, સ્થાવરને મિથ્યાત્વ દૃષ્ટિ અને બાકીનાઓને ત્રણેય દૃષ્ટિ હોય છે.
દંડક પ્રકરણ-૩૬
Page #20
--------------------------------------------------------------------------
________________
પાઠ-૧૧: દષ્ટિ.
દૃષ્ટિ ત્રણ પ્રકારની છે : ૧. મિથ્યાદૃષ્ટિ ૨. સમ્યગુદૃષ્ટિ 3. મિશ્રદૃષ્ટિ
વીતરાગ અને સર્વજ્ઞ એવા તીર્થકર ભગવાન જાણે કે અજાણે પણ કદી જૂઠ બોલે જ નહીં. જૂઠ બોલવાના ચાર કારણો છે : (૧) રાગથી (૨) શ્રેષબુદ્ધિથી (૩) ભયથી (૪) અજ્ઞાનતાથી અથવા અજાણતાથી. તીર્થકર ભગવાન રાગ, દ્વેષ અને ભયથી મુક્ત હોય છે. તેમની પ્રતિમા અને તેમનું જીવન ચરિત્ર તપાસો તો ખ્યાલ આવે કે તેઓ રાગી નથી, હેપી નથી અને નિર્ભય છે.
તીર્થંકરની પ્રતિમા બરાબર તપાસો.. તેમની આસપાસ રાગનું મુખ્ય સાધન સ્ત્રી નથી. દ્વેષના મુખ્ય સાધન રૂપે કોઈ શસ્ત્ર, ચક્ર વગેરે નથી. તેમની આંખો અને મુખ રાગ, દ્વેષ, ક્રોધ વગેરેથી મુક્ત છે.
પ્રભુવીરની દૃષ્ટિએ વિચારીએ તો સુખ-સમૃદ્ધિથી ભરેલો આખો સંસાર એમણે ત્યાગી દીધુ. સાધુ બની ઘોર સાધના કરી. ઘોર ઉપસર્ગો અને પરિષહોની ઝડી વરસી ત્યારે પણ કદી ક્રોધિત થયા નથી, અરે ! કદી દીન પણ બન્યા નથી. જેમણે સંસારનું મમત્વે ફગાવી દીધું હોય અને જેમણે દેહ પરની પણ મમતા ત્યાગી દીધી હોય તે શા માટે જૂઠ બોલે ? સામાન્ય સજ્જન પણ જૂઠ બોલવાનું પસંદ નથી કરતો, તો મહાન સાધક અને તીર્થકર બનેલા પ્રભુવીર વગેરે શા માટે જૂઠ બોલે ?
હા... રાગ, દ્વેષ, ભય વગેરે ન હોય, પણ કદાચ અજાણે જૂઠ બોલાઈ જવાય, પણ તીર્થકર માટે તો તે પણ સંભવિત નથી. તીર્થકરો દીક્ષા લીધા પછી તુરત ઉપદેશ શરૂ કરતાં નથી. જ્યાં સુધી ચાર ઘાતી કર્મોનો સંપૂર્ણ નાશ કરી, કેવલજ્ઞાની (સર્વજ્ઞ) ન બને ત્યાં સુધી પ્રાયઃ મૌન જ રહે છે. હા... સર્વજ્ઞ બન્યા પછી તો રોજ સવાર અને સાંજ એમ બે પ્રહર દેશના આપે છે. તીર્થકર ભગવાન સર્વજ્ઞ હોય છે. જગતના ત્રણે ય કાળના રૂપી અને અરૂપી તમામ પદાર્થોને કેવલજ્ઞાનથી જાણે છે-જુ એ છે. હવે અજાણે પણ જૂઠ બોલાઈ જવાનો સંભવ જ ક્યાંથી હોય?
વનસ્પતિમાં જીવ છે, બે વાયુના મિશ્રણથી પાણી બને છે, બોલાતા શબ્દો (ભલે દેખાતા નથી તોય) પૌગલિક છે (તેથી પકડી શકાય તેવા છે), પાંચ
ઈન્દ્રિયોનું વિભાગીકરણ, કયા જીવોને કેટલી ઈન્દ્રિય હોય છે, છઠ્ઠા આરામાં સૂર્ય આગ ઓકશે, વનસ્પતિમાં પણ આહાર, ભય, મૈથુન, પરિગ્રહ વગેરે સંજ્ઞાઓ હોય છે, સ્ત્રી અને પુરૂષના શરીરમાંથી રશ્મિઓ છૂટે છે, બોલાયેલ શબ્દ આખા આકાશમાં વ્યાપી જાય છે વગેરે અઢળક બાબતો લેબોરેટરી, વિજ્ઞાનના સાધનો અને સંશોધન વિના પ્રભુએ કઈ રીતે કહી ?
ગૌતમ બુદ્ધ અને પ્રભુવીર સમકાલીન હતા. ગૌતમ બુદ્ધ પોતાના શિષ્યોને કહ્યું કે 'આર્યપુત્ર (પ્રભુવીર) આપણે શું કરી રહ્યા છીએ તે જુએ છે. વળી તેઓ આખી જીવસૃષ્ટિ વિષે ઘણું-ઘણું કહે છે, પણ મને એ સમજાતું નથી કે આધ્યાત્મિક ક્ષેત્રમાં કીડાઓની (જીવોની) સંખ્યાનું જ્ઞાન શું જરૂરી છે ?'
પ્રભુવીરે આપેલું તત્ત્વજ્ઞાન, વિશ્વના પદાર્થોનું વર્ગીકરણ અને કર્મની થિયેરીનો અભ્યાસ કરવામાં આવે તો તેમની સર્વજ્ઞતા ઉપર મસ્તક ઝૂકી ગયા વિના રહે નહીં. (મારા પૂજ્યપાદ ગુરૂદેવે લખેલ ‘ધર્મ અને વિજ્ઞાન' પુસ્તક વાંચવા જેવું છે.).
ટૂંકમાં, પ્રભુવીર વગેરે તીર્થકર ભગવંતોમાં રાગ, દ્વેષ, ભય વગેરે હોતા જ નથી અને સર્વજ્ઞ હોય છે, માટે તેઓ કદાપિ જૂઠ બોલે જ નહીં. આપણે તો રાગ, દ્વેષ, ભય વગેરેથી લેપાયેલા છીએ અને જ્ઞાનમાં તો એકદમ અધૂરા છીએ. માથામાં કેટલા ધોળા વાળ છે તેની પણ આપણને કયાં ખબર પડે છે ? આવા અધૂરા આપણે સર્વજ્ઞના વચનો સાચા કે ખોટા તે તપાસવા બેસીએ તો કહેવાનું મન થાય કે ફુટપટ્ટીથી દરિયો માપવા નીકળ્યા છીએ. ફુટપટ્ટી જેવડી બુદ્ધિ આપણી પાસે હોય એટલે આપણે સર્વજ્ઞ દ્વારા કહેવાયેલ અગમ્ય અને અગોચર પદાર્થોને પણ તર્ક દ્વારા તપાસવા બેસીએ ? ઓહ! એ તો મુખમી જ કહેવાય ને ? થર્મોમીટરથી સૂર્યની ગરમી માપી શકાય ખરા ? લંગડો માણસ હિમાલય પાર કરી શકે ખરો ?
તો શું કરવું ?
પ્રભુ રાગાદિથી મુક્ત હોવાથી અને સર્વજ્ઞ હોવાથી જૂઠ બોલે જ નહીં, તો પછી પ્રભુના તમામ પદાર્થોને આંખ મીંચીને સ્વીકારી લેવામાં શું વાંધો ? તીર્થકરની એકાદ વાતને પણ આપણે આપણી બુદ્ધિથી ખોટી જાહેર કરીએ એટલે આડકતરી રીતે તીર્થકર ભગવાનને રાગી, દ્વેષી, અજ્ઞાની કે જૂઠ બોલનારા જ જાહેર કર્યા ને ? આ તો કેટલું મોટું દુ:સાહસ ! કેટલું મોટું પાપ ! આનું જ નામ
દંડક પ્રકરણ-૩૮
દંડક પ્રકરણ-૩૭
Page #21
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વ. આવું દુઃસાહસ જે જીવો કરે તેમાં મિથ્યાત્વ મોહનીય નામનું કર્મ કામ કરતું હોય છે.
મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી જીવને પરમાત્માના તમામ વચનો ઉપરની શ્રદ્ધા આવી શકતી નથી. જો આપણી પણ સ્થિતિ આવી જ હોય તો સમજી લેવાનું કે આપણે મિથ્યાષ્ટિ છીએ. ગમે તેટલો ધનવાન હોય ! ગમે તેટલો બુદ્ધિશાળી હોય! ગમે તેટલો વિદ્વાન હોય ! અરે ગમે તેટલો ધર્મી કે તપસ્વી હોય ! અરે ! કદાચ બહુ મોટો સાધુ બની ગયો હોય ! પણ જો તીર્થકરના એક પણ વચનને અસ્વીકાર હોય તો તે મિથ્યાષ્ટિ જ ગણાય.
તીર્થકર ભગવાન કદી જૂઠ બોલે જ નહીં, માટે તેમના તમામ વચન ઉપર જેને પૂર્ણ શ્રદ્ધા હોય તે સમ્યગુદૃષ્ટિ છે. આવી વ્યક્તિ કદાચ દુનિયાની દૃષ્ટિએ અભણ પણ હોય, નિર્ધન પણ હોય, કદાચ ધર્મ કે તપમાં આગળ વધી શકી ન હોય તો ય તે સમ્યગદષ્ટિ હોવાથી મહાન છે. રાત્રિભોજન વગેરે પાપ કરનારા સગર્દષ્ટિ હોય જ નહીં-એવો એકાંત નથી. તેમાંના પણ કોઈક સમ્યગદષ્ટિ હોઈ શકે છે. હા.. તેમને રાત્રિભોજન ભયાનક પાપ છે તે બાબતમાં પૂર્ણ શ્રદ્ધા. હોવાથી પોતાના પાપ બદલ અંતરથી રડતાં હોય છે. સમ્યગદષ્ટિ આત્મા લગભગ સુધી તો પાપ કરવાનું પસંદ જ કરે નહીં, પણ કદાચ પાપ થતું હોય તો ય અંતરથી રડતાં હોય છે, માટે તેમને અલ્પકર્મનો બંધ થાય છે.
આમ સમ્યગદષ્ટિ જીવો કદાચ તીર્થકરોના વચન મુજબનું જીવન ના પણ, બનાવી શકે એવું બને, પણ માન્યતા કે વલણ બાબતમાં તો તીર્થકરોના તમામ વચનનો આદર જ કરતા હોય છે. તેઓ પાસે કદાચ સત્વ ન હોય એવું બને, પણ મોક્ષનું લક્ષ અને ધર્મનો પક્ષ તો હોય જ છે.
એક રાત્રિભોજનનો ત્યાગી મિથ્યાષ્ટિ છે અને બીજો રાત્રિભોજન કરનારો સમ્યગદષ્ટિ છે, તો બન્નેમાં કોણ ચડી જાય ? પહેલો પાપ પુણ્ય, પરલોક, સ્વર્ગ, નરક વગેરેને હંબક કહેવા દ્વારા ખુદ તારક તીર્થકરને રાગી, દ્વેષી અને જૂઠ જાહેર કરી રહ્યો છે, જ્યારે બીજો પરમાત્માના તમામ વચનો ઉપર પૂર્ણ શ્રદ્ધા ધરાવી રહ્યો છે. બોલો કોણ મહાન્ ? કોણ અધમ ? તમે તુરત કહી દેશો કે બીજો મહાનું છે, પહેલો અધમ છે. તો એક વાત નક્કી થાય છે કે ધર્મક્ષેત્રમાં વિકાસ કરવા માટે તીર્થકર અને તેમના ઉપરની શ્રદ્ધા સૌથી વધુ મહત્ત્વની છે.
મિથ્યાત્વ મોહનીય કર્મના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષયથી પરમાત્માના
તમામ વચનો ઉપર શ્રદ્ધા પેદા થાય છે. - મિથ્યાષ્ટિનું પ્રથમ ગુણસ્થાનક ગણાય છે જ્યારે સમ્યગદૃષ્ટિનું ચોથું ગુણસ્થાનક ગણાય છે. (ચોથાથી ઉપરના ગુણઠાણાના જીવો સમ્યગ્દષ્ટિ જ ગણાય.) ચોથે ગુણસ્થાનકે આવેલ જીવો પતન પામીને ફરી પહેલે ગુણસ્થાનકે જાય તેવું પણ બની શકે છે. ચોથેથી પહેલે જતાં અથવા પહેલેથી ચોથે જતાં કોઈ વાર ત્રીજા ગુણસ્થાનકે પણ અંતર્મુહુર્ત માટે રહેવાનું બને છે. આ ત્રીજા ગુણસ્થાનકવાળા જીવોને મિશ્ર મોહનીય કર્મનો ઉદય હોવાથી તેઓ મિશ્રદષ્ટિ ગણાય છે. અહીં રહેલા જીવોને તીર્થંકરોએ પ્રરૂપેલા તત્ત્વો પ્રત્યે રૂચિ (શ્રદ્ધા) પણ નહીં અને અરૂચિ (અશ્રદ્ધા) પણ નહીં, તેવી સ્થિતિ હોય છે.
કોઈ જીવ ચોથેથી (ઉપશમ સમ્યકત્વી) પડીને બીજે ગુણસ્થાનકે થઈને પહેલે જાય છે. આ બીજ ગુણઠાણે સખ્યત્વનો આસ્વાદ હોય છે માટે તેનો સમાવેશ સમ્યગુદૃષ્ટિમાં કરવામાં આવ્યો છે.
કયા જીવને કેટલી દૃષ્ટિ એકેન્દ્રિય : ૧ : મિથ્યાષ્ટિ(કર્મગ્રન્થના મતે લબ્ધિપર્યાપ્ત બાદર પૃથ્વી-અપપ્રત્યેક વનસ્પતિને કરણ અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન સમ્યક્ત્વ હોઈ શકે તેમ કહ્યું છે, પરંતુ સિદ્ધાંતમાં એકેન્દ્રિયને સાસ્વાદનનો અભાવ કહ્યો છે.) વિકસેન્દ્રિય, સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચ : ૨ : મિથ્યાષ્ટિ કે સમ્યગુદૃષ્ટિ (સાસ્વાદનવાળો કોઈ જીવ મૃત્યુ પામી લબ્ધિ પર્યાપ્ત વિકસેન્દ્રિય કે સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યારે કરણ અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન રૂ૫ સમ્યગુદષ્ટિ, બાકી મિથ્યાદૃષ્ટિ જ). સંમૂર્છાિમ મનુષ્ય : ૧ : મિથ્યાદૃષ્ટિ ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, દેવ, નારક : ૩ : સમ્યગદષ્ટિ, મિથ્યાદૃષ્ટિ કે મિશ્ર દૃષ્ટિ.
-: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો : (૧) દૃષ્ટિ કેટલા પ્રકારની છે? સરળ ભાષામાં સમજાવો. (૨) કયા જીવને કેટલી દૃષ્ટિ હોય છે ?
દંડક પ્રકરણ-૩૯
દંડક પ્રકરણ-૪૦
Page #22
--------------------------------------------------------------------------
________________
પાઠ-૧૨: દર્શન, જ્ઞાન, અજ્ઞાન, ઉપયોગ
દરેક પદાર્થમાં બે ધર્મ હોય છે : (૧) સામાન્ય ધર્મ (૨) વિશેષ ધર્મ.
પદાર્થના સામાન્ય ધર્મને જાણવાની જીવની શક્તિ તે દર્શન કહેવાય, અને પદાર્થના સામાન્ય ધર્મનો ઉપયોગ (વ્યાપાર-વપરાશ) તે દર્શનોપયોગ કહેવાય.
પદાર્થના વિશેષ ધર્મને જાણવાની જીવની શક્તિ તે જ્ઞાન કહેવાય, અને પદાર્થના વિશેષ ધર્મનો ઉપયોગ તે જ્ઞાનોપયોગ કહેવાય.
દર્શન અને જ્ઞાન લબ્ધિ રૂપે (શક્તિ રૂપે) દરેક જીવોને સમકાળે (એક સાથે) સદાકાળ હોય જ છે, પરંતુ ઉપયોગ તો સમકાળે બેમાંથી કોઈપણ એકનો જ હોય છે.
સંસારી જીવોને પહેલા અંતર્મુહર્ત સુધી દર્શનોપયોગ હોય છે, અને પછીના અંતમુહૂર્ત સુધી જ્ઞાનોપયોગ હોય છે. ફરી અંતર્મુહૂર્ત સુધી દર્શનોપયોગ અને પછી અંતર્મુહૂર્ત સુધી જ્ઞાનોપયોગ હોય છે એમ અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્તના આંતરે દર્શનોપયોગ-જ્ઞાનોપયોગ ચાલ્યા કરે છે. તેથી જ્યારે દર્શનોપયોગ હોય ત્યારે જ્ઞાનોપયોગ ન હોય; અને જ્ઞાનોપયોગ હોય ત્યારે દર્શનોપયોગ ન હોય.
સામાન્યોપયોગ કે અનાકારોપર્યાગ પણ કહેવામાં આવે છે, અને જ્ઞાનોપયોગ એ પદાર્થના વિશેષ ધર્મનો ઉપયોગ હોવાથી તેને વિશેષપયોગ કે સાકારોપયોગ પણ કહેવામાં આવે છે.
સમ્યકત્વ, અવધિજ્ઞાન, કેવળજ્ઞાન, મોક્ષ વગેરે સર્વ પ્રકારની લબ્ધિઓ સાકારોપયોગ (જ્ઞાનોપયોગી હોય ત્યારે જ ઉત્પન્ન થાય છે. અનાકારોપયોગ (દર્શનોપયોગ) હોય ત્યારે ઉત્પન્ન થતી નથી.
જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મના લયોપશમથી સંસારી જીવોને દર્શન અને જ્ઞાન ઓછા-વત્તા પ્રમાણમાં હોય છે, જ્યારે તે કર્મોનો નાશ થવાથી કેવલી અને સિદ્ધોને તે સંપૂર્ણપણે પ્રગટ હોય છે.
ખાસ ધ્યાનમાં રાખવું કે સમ્યગદૃષ્ટિનું સઘળું જ્ઞાન જ્ઞાન કહેવાય, જ્યારે મિથ્યાષ્ટિનું સઘળું જ્ઞાન અજ્ઞાન કહેવાય. દર્શનના ચાર ભેદ : (૧) ચક્ષુ દર્શનઃ ચક્ષુ વડે પદાર્થના સામાન્ય ધર્મને જાણવાની જીવની શક્તિ. (૨) અચલું દર્શન : ચક્ષુ સિવાયની બાકીની ઈન્દ્રિય અને મન વડે પદાર્થના સામાન્ય ધર્મને જાણવાની જીવની શક્તિ. (૩) અવધિ દર્શન : સાક્ષાત્ આત્માથી (ઈન્દ્રિય અને મનની સહાય વિના) રૂપી દ્રવ્યોના (પદાર્થોના) સામાન્ય ધર્મને જાણવાની જીવની શક્તિ. (૪) કેવલ દર્શન : સાક્ષાત્ આત્માથી લોક-અલોકના, ત્રણે કાળના, સર્વ રૂપી અરૂપી દ્રવ્યોના સામાન્ય ધર્મને સમકાળે જાણવાની જીવની (કેવલજ્ઞાનીની) શકિત. જ્ઞાનના પાંચ ભેદ : (૧) મતિ જ્ઞાન : ઈન્દ્રિય અને મન વડે, શબ્દ અને અર્થ (પદાર્થ) ના સંબંધ વિના, શબ્દ કે અર્થના વિશેષ ધર્મને જાણવાની જીવની શક્તિ. (૨) શ્રુતજ્ઞાન : ઈન્દ્રિય અને મન વડે, શબ્દ અને અર્થ (પદાર્થ) ના સંબંધ સહિત, શબ્દ અને અર્થના વિશેષ ધર્મને જાણવાની જીવની શક્તિ.
દંડક પ્રકરણ-૪૨
કેવળજ્ઞાનીને કેવળજ્ઞાનની ઉત્પત્તિના પ્રથમ સમયે કેવલજ્ઞાનોપયોગ અને પછીના સમયે કેવલદર્શનોપયોગ હોય છે. એ પછીના સમયે કેવલજ્ઞાનોપયોગ; અને તે પછીના સમયે કેવલદર્શનોપયોગ હોય છે. એમ સમય-સમયના અંતરે કેવલજ્ઞાનોપયોગ-કેવલદર્શનોપયોગ ચાલ્યા કરે છે. એ જ રીતે સિદ્ધ થવાના પ્રથમ સમયે કેવલજ્ઞાનોપયોગ અને બીજા સમયે કેવલદર્શનોપયોગ, એ રીતે સમય-સમયના અંતરે સદાકાળ ચાલ્યા કરે છે. તેથી કેવલી અને સિદ્ધને પણ કેવલજ્ઞાન અને કેવલદર્શન લબ્ધિરૂપે સમકાળે હોવા છતાં બન્ને ઉપયોગ એક સાથે હોતા નથી.
દર્શનોપયોગ એ પદાર્થના સામાન્ય ધર્મનો ઉપયોગ હોવાથી તેને
દંડક પ્રકરણ-૪૧
Page #23
--------------------------------------------------------------------------
________________
દા. ત. ચક્ષુ વડે ઘડો જોયો. તેમાં પહેલા અવિશિષ્ટ (સામાન્ય) બોધ થાય છે, જે ચક્ષુદર્શન (ચક્ષુદર્શનોપયોગ) કહેવાય; પછી ઘડાનો વિશિષ્ટ (વિશેષ) બોધ થાય છે, જે મતિજ્ઞાન (મતિજ્ઞાનોપયોગ) કહેવાય; તે પછી ‘આ ઘડો છે' તેવા પ્રકારનો ઘડા રૂપ પદાર્થને જણાવનારા શબ્દનો પણ બોધ થાય છે, જે શ્રુતજ્ઞાન (શ્રુતજ્ઞાનોપયોગ) કહેવાય.
‘ઘડો લાવ' તેવા શબ્દો સાંભળ્યા. તેમાં પહેલા તે શબ્દોનો અવિશિષ્ટ (સામાન્ય) બોધ થાય છે, જે અચક્ષુદર્શન (અચક્ષુદર્શનોપયોગ) કહેવાય; પછી તે શબ્દો અંગે વિશિષ્ટ બોધ થાય છે, જે મતિજ્ઞાન (મતિ-જ્ઞાનોપયોગ) કહેવાય; તે પછી તે શબ્દ પ્રમાણેના ઘડારૂપ પદાર્થનો પણ બોધ થાય છે, જે શ્રુતજ્ઞાન (શ્રુતજ્ઞાનોપયોગ) કહેવાય.
અહીં સર્વપ્રથમ ‘કંઈક છે’ કે ‘કંઈક સાંભળ્યું' તેવો બોધ તે અવિશિષ્ટ બોધ; ‘ઘડો છે' કે ‘ઘડો લાવ' તેમ સાંભળ્યું, તેવો બોધ તે વિશિષ્ટ બોધ; અને ‘આ ઘડો કહેવાય' કે ‘ઘડો એટલે અમુક આ પદાર્થ’ એ રીતે પદાર્થ અને શબ્દો કે શબ્દ અને પદાર્થના બોધને શ્રુતજ્ઞાન કહેવાય.
આમ, પહેલા ચતુદર્શન કે અચક્ષુદર્શન (સામાન્ય બોધ) થાય છે; તે પછી મતિજ્ઞાન (શબ્દ કે પદાર્થ બેમાંથી એકનો વિશેષ બોધ) થાય છે; અને તે પછી શ્રુતજ્ઞાન (શબ્દ અને પદાર્થ બન્નેનો વિશેષ બોધ) થાય છે.
આ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સઘળા સંસારી જીવોને ઓછા-વત્તા અંશે હોય જ છે. હા... મિથ્યાસૃષ્ટિઓનું તે મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન ગણાય છે. (૩) અવધિ જ્ઞાન : સાક્ષાત આત્માથી (ઈન્દ્રિય અને મનની સહાય વિના) રૂપી દ્રવ્યોના વિશેષ ધર્મને જાણવાની જીવની શક્તિ. (મિથ્યાસૃષ્ટિઓનું તે વિભંગજ્ઞાન ગણાય છે.) આ જ્ઞાનથી ભીંત પાછળ પડેલી ચીજ પણ સાક્ષાત્ આત્માથી જાણી શકાય છે.
(૪) મન: પર્યવજ્ઞાન : સાક્ષાત્ આત્માથી, અઢી દ્વીપમાં (મનુષ્ય લોકમાં) રહેલ સંજ્ઞી (મનવાળા) જીવોના દ્રવ્યમનને (મનના પુગલોને) જાણવાની જીવની શક્તિ. આ જ્ઞાન સર્વવિરતિધર સાધુને જ હોઈ શકે. વર્તમાનમાં ભરતક્ષેત્ર, ભૈરવત ક્ષેત્રમાં આ જ્ઞાન કોઈને હોતું નથી. માત્ર મહાવિદેહ
દંડક પ્રકરણ-૪૩
ક્ષેત્રમાં જ છે.
(૫) કેવળજ્ઞાન : સાક્ષાત્ આત્માથી, લોકાલોકના, ત્રણેય કાળના, સર્વ રૂપીઅરૂપી દ્રવ્યોના વિશેષ ધર્મને જાણવાની જીવની (કેવલજ્ઞાનીની) શક્તિ.
અજ્ઞાનના ત્રણ ભેદ : (મિથ્યાદષ્ટિનું સઘળું જ્ઞાન અજ્ઞાન કહેવાયછે.) (૧) મતિ અજ્ઞાન (૨) શ્રુત અજ્ઞાન (૩) વિભંગ જ્ઞાન. (મિથ્યાસૃષ્ટિઓને બાકીના બે જ્ઞાન મન:પર્યવ અને કેવળ હોતા નથી.)
શિવરાજર્ષિ નામના ઋષિને સાત દ્વીપ અને સાત સમુદ્ર જેટલું અવધિજ્ઞાન (ત્યાં સુધીના રૂપી દ્રવ્યોને જોવા-જાણવાની શક્તિ) ઉત્પન્ન થતાં, ‘અસંખ્ય દ્વીપ-સમુદ્ર છે' તેવા પ્રભુના વચન ઉપરની શ્રદ્ધા ઉડી ગઈ. તેથી તેમનું અધિજ્ઞાન વિભંગજ્ઞાન કહેવાયું. પરંતુ પછીથી પ્રભુનો ઉપદેશ સાંભળીને ફરી શ્રદ્ધા પેદા થતાં તે વિભંગજ્ઞાન અવધિજ્ઞાન ગણાયું.
વત્સ : ગુરુજી ! શ્રુતજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાન અંગે દર્શન કેમ ન કહ્યું ? ગુરુજી : વત્સ ! શ્રુતજ્ઞાન તો મતિપૂર્વક જ થાય છે. અલબત્ત પહેલા મતિજ્ઞાન થાય; અને તે પછી જ શ્રુતજ્ઞાન થાય છે, વળી મતિજ્ઞાન પૂર્વે ચક્ષુદર્શન કે અચક્ષુદર્શન થાય છે, માટે શ્રુતજ્ઞાન અંગે દર્શન કહેવાની જરૂર રહેતી નથી. મનઃપર્યવ જ્ઞાનમાં પ્રથમ સમયથી જ વિશિષ્ટ બોધ થતો હોવાથી ત્યાં દર્શન (સામાન્ય બોધ) ની જરૂર રહેતી નથી.
ઉપયોગ ૧૨ પ્રકારે છે :
દર્શનોપયોગના ચાર ભેદ : (૧) ચક્ષુદર્શનોપયોગ (૨) અચક્ષુદર્શનોપયોગ (૩) અવધિદર્શનોપયોગ (૪) કેવલદર્શનોપયોગ.
જ્ઞાનોપયોગના આઠ ભેદ : (૧) મતિજ્ઞાનોપયોગ (૨) શ્રુતજ્ઞાનોપયોગ (૩) અવધિજ્ઞાનોપયોગ (૪) મનઃપર્યવજ્ઞાનોપયોગ (૫) કેવલજ્ઞાનોપયોગ (૬) મતિઅજ્ઞાનોપયોગ (૭) શ્રુત-અજ્ઞાનોપયોગ (૮) વિભંગ-જ્ઞાનોપયોગ.
(દર્શનના ચાર ભેદ હોવાથી દર્શનોપયોગ પણ ચાર પ્રકારે કહ્યો છે; અને જ્ઞાન-અજ્ઞાન મળી ૮ ભેદ હોવાથી જ્ઞાનોપયોગ આઠ પ્રકારનો કહ્યો છે.)
દંડક પ્રકરણ-૪૪
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૨
કયા જીવોને કેટલા દર્શન, જ્ઞાન, અજ્ઞાન, ઉપયોગ
કુલ જીવભેદ દર્શન જ્ઞાન અજ્ઞાન ઉપયોગ એકેન્દ્રિય ૧ (અચક્ષુ) x (મિથ્યાષ્ટિ) ૨ (મતિ-શ્રુત) ૩ બેઈન્દ્રિય
૧ (અચક્ષુ) , , ,
૨ (મતિ-કૃત) ૨ (મતિ-બુત)
, , , , તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય ૨ (ચ૭- ૨ (મતિ-ગૃત) ૨ (મતિ-બુત) ૬ સં. પં. તિર્યંચ અચલુ) સંમૂ. મનુષ્ય ૨ (ચક્ષુ-અચલુ) x (મિથ્યાદૃષ્ટિ) ૨ (મતિ-બુત) ૪ ગર્ભજ તિર્યંચ ૩ (ચક્ષુ- ૩ (મતિ-શ્રુત- ૩ (મતિ-શ્રુત- ૯ દેવ-નારક અચલુ-અવધિ) અવધિ) વિભંગ) ગર્ભજ મનુષ્ય ૪
(અચસુદર્શન અને મતિ-શ્રુતજ્ઞાન કે અજ્ઞાન સર્વ સંસારી જીવોને હોય જ, ચક્ષુદર્શન ચઉરિન્દ્રિય-પંચેન્દ્રિયને હોય, અવધિદર્શન અને અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન સર્વ દેવ-નારકને હોય અને ગર્ભજ તિર્યંચ-ગર્ભજ મનુષ્યને હોય પણ ખરા અને ન પણ હોય, મન:પર્યવજ્ઞાન સાધુને જ હોઈ શકે (હોય પણ ખરા અને ન પણ હોય, કેવલદર્શન અને કેવલજ્ઞાન કેવલી ભગવંતોને જ હોય.) મનુષ્યમાં બધાને ૨ જ્ઞાન કે ૨ અજ્ઞાન હોય જ. જેમને અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન કે મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું હોય તેમને 3 જ્ઞાન કે ૩ અજ્ઞાન હોય, જેમને અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન અને ઉત્પન્ન થયો હોય તેમને ૪ જ્ઞાન હોય; અને જેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હોય તેમને એક જ કેવલજ્ઞાન જ હોય, બાકીના ન હોય. વત્સ : ગુરુજી ! ઈન્દ્રિય પર્યાપ્તિએ અપર્યાપ્તા જીવોને ઈન્દ્રિયો વિના અચકુદર્શન કઈ રીતે સંભવે? ગુરુજી: વત્સ! અપર્યાપ્ત અવસ્થામાં જેમ મતિજ્ઞાનાવરણીય કર્મના લયોપશમ રૂ૫ લબ્ધિ (શક્તિ) સ્વરૂપે ભાવ ઈન્દ્રિયો હોય છે, તેમ દર્શનાવરણીય કર્મના લયોપશમ રૂ૫ દર્શન શક્તિ સ્વરૂપે ભાવ અચકુદર્શન હોય છે. અહીં સૂક્ષ્મ ભાવ
મન રૂ૫ અચક્ષુદર્શન સમજવું. કેમકે એકેન્દ્રિયાદિક અસંજ્ઞી જીવોને (દ્રવ્યમન ન હોવા છતાં) ક્ષયોપશમ રૂ૫ ભાવમન તો અવશ્ય છે.
-: સ્વાધ્યાયમુખ્ય પ્રશ્નો : (૧) દર્શન, દર્શનોપયોગ, જ્ઞાન અને જ્ઞાનોપયોગની વ્યાખ્યા લખો. (૨) દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ સંસારી જીવોને, કેવલીને અને સિદ્ધોને કેવી રીતે હોય? સમજાવો. (૩) દર્શન, જ્ઞાન અને અજ્ઞાનના ભેદો વ્યાખ્યા સાથે લખો. (૪) ચક્ષુ- અચકું દર્શન, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઉદાહરણ આપીને સ્પષ્ટ કરો. (૫) જ્ઞાન એ અજ્ઞાનરૂપે અને અજ્ઞાન એ જ્ઞાનરૂપે કયારે બને ? ઉદાહરણ આપો. (૬) ઉપયોગના ૧૨ પ્રકાર જણાવો. (૭) કયા જીવને કેટલા અને કયા દર્શન, જ્ઞાન, અજ્ઞાન અને ઉપયોગ હોય ? (૮) ઈન્દ્રિય પર્યાપતિએ અપર્યાપ્તને ઈન્દ્રિયો વિના અચકું દર્શન કઈ રીતે સંભવે? થાવર બિ તિસુ અચકખૂ, ચઉરિંદિ તદગં સુએ ભણિયું ! મહુઆ ચઉર્દસસિણો, સેસેસુ તિગં તિગંભણિય | ૧૯ / અજ્ઞાણ નાણ તિય તિય, સુર-તિરિ-નિરએ ચિરે અનાણદુર્ગા નાણજ્ઞાણ ૬ વિગલે, મણુએ પણ નાણ તિ અનાણા ll ૨૦ | સચ્ચેઅર મીસ અસચ્ચ-મોસ મણ વય વિકબિ આહારે | ઉરલ મીસા કમ્મણ, ઈય જગા દેસિયા સમએ ll ૨૧] ઈકારસ સુર નિરએ, તિરિએસુ તેર પન્નર મણુએ ! વિગલે ચઉ પણ વાએ, ગતિગં થાવરે હોઈ | ૨૨ ll તિ અનાણ નાણ પણ ચઉ, દંસણ બાર જિઅ-લખણુ-વઓગા ઈચ બારસ ઉવઓગા, ભણિયા તેલુક્કદંસીહિં | ૨૩ . ઉવઓગા મણુએસુ બારસ, નવ નિરય-તિરિય-દેવેસુ ! વિગલદુગે પણ છઉં, ચઉરિદિસુ થાવરે તિયાં | ૨૪ ગાથાર્થ સ્થાવર, બેઈન્દ્રિય, તેઈન્દ્રિયને વિષે અચસુદર્શન, ચઉરિન્દ્રિયને વિષે (તદગં) બે દર્શન, મનુષ્યો ચાર દર્શન વાળા અને (એસેસ) બાકીનાઓને વિષે ત્રણ-ત્રણ દર્શન (સુએ) શ્રુતજ્ઞાનમાં કહેલા છે.
દંડક પ્રકરણ-૪૬
દંડક પ્રકરણ-૪૫
Page #25
--------------------------------------------------------------------------
________________
પાઠ-૧૩: યોગ
દેવ, તિર્યંચ અને નારકને વિષે ત્રણ-ત્રણ અજ્ઞાન અને જ્ઞાન, સ્થાવરને વિષે બે અજ્ઞાન, વિકલેન્દ્રિયને વિષે બે-બે જ્ઞાન અને અજ્ઞાન, મનુષ્યને વિષે પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન.
સત્ય, (અર) અસત્ય, મિશ્ર, અસત્ય-અમૃષા (એ ૪-૪) મન અને વચનના તથા વૈક્રિય, આહારક, ઔદારિક, (એ ત્રણેય) મિશ્ર અને કાર્પણ-એ પ્રમાણે યોગો (સમયે) શાસ્ત્રમાં (દેસિયા) કહેલા છે.
દેવ, નારકોને વિષે ૧૧, તિર્યંચોને વિષે ૧૩, મનુષ્યોને વિષે ૧૫, વિક લેન્દ્રિયને વિષે ચાર, (વાએ) વાયુકાયને વિષે (પણ) પાંચ, (બાકીના) સ્થાવરને વિષે (તિગં) ત્રણ (જોગ) યોગ હોય છે.
ત્રણ અજ્ઞાન, જ્ઞાન પાંચ, ચાર દર્શન-એ બાર જીવના લક્ષણરૂપ ઉપયોગો છે. આ બાર ઉપયોગો (તેલુક્કદં સીડિં) ત્રણે લોકના (પદાર્થોને) દેખનારા (તીર્થકરો) વડે કહેવાયા છે.
ઉપયોગો મનુષ્યોને વિષે ૧૨, નારક, તિર્યંચ, દેવને વિષે ૯, બે વિકસેન્દ્રિયોને (બેઈન્દ્રિય, તેઈન્દ્રિયને) પાંચ, ચઉરિન્દ્રિયને વિષે છે અને સ્થાવરને વિષે ત્રણ હોય છે.
યોગ એટલે આત્મામાં થતું સ્કૂરણ, વ્યાપાર, હલન-ચલન. તેના ત્રણ ભેદ છે : (૧) મનોયોગ : જે સ્કૂરણ કે વ્યાપાર મનોવર્ગણાના બનેલા મનની મદદથી પ્રવર્તે છે, તે મનોયોગ કહેવાય. અર્થાત્ મનથી કંઈ પણ વિચારવું તે મનોયોગ કહેવાય. (૨) વચનયોગ : જે સ્કૂરણ કે વ્યાપાર ભાષાવર્ગણાના બનેલા વચનની મદદથી પ્રવર્તે છે, તે વચનયોગ કહેવાય. અર્થાત્ વાણીથી કંઈ પણ બોલવું તે વચનયોગ કહેવાય. (૩) કાય યોગ : જે સ્કૂરણ કે વ્યાપાર ઔદારિક વર્ગણા વગેરેના બનેલા શરીરની મદદથી પ્રવર્તે છે, તે કાયયોગ કહેવાય. અર્થાત્ શરીરસંબંધી કોઈપણ ચેષ્ટા તે કાયયોગ કહેવાય. જેમ કે ખાવું, દોડવું, બેસવું, સુવું, લોહીનું ભ્રમણ, હદયના ધબકારા, આંખ મટમટાવવી વગેરે નાની-મોટી તમામ શરીરની ક્રિયાઓ. ટુંકમાં - મનનો વ્યાપાર તે મનોયોગ.
વચનનો વ્યાપાર તે વચનયોગ.
કાયાને વ્યાપાર તે કાયર્યાગ. એકેન્દ્રિય જીવોને માત્ર કાયયોગ જ હોય છે, ગર્ભજ મનુષ્ય, ગર્ભજ તિર્યંચ, દેવ, નારકને ત્રણે યોગ હોય છે, અને બાકીના સઘળા જીવોને વચનયોગ તથા કાયયોગ હોય છે.
મનોયોગના ચાર વચનયોગના ચાર; અને કાયયોગના સાત પેટા ભેદ પાડવામાં આવ્યા છે, તેથી કુલ પંદર ભેદ થાય છે. મનોયોગના ચાર ભેદ : (૧) સત્ય મનોયોગ : સત્ય-હિતકર વિચારવું. (૨) અસત્ય મનોયોગ : અસત્ય-અહિતકર વિચારવું.
દંડક પ્રકરણ-૪૭
દંડક પ્રકરણ-૪૮
Page #26
--------------------------------------------------------------------------
________________
(3) સત્ય-મૃષા મનોયોગ : સત્ય અને અસત્ય વિચારવું. જેમ કોઈ જંગલમાં ઘણા આંબાના વૃક્ષો તથા અન્ય વૃક્ષો પણ હોય, છતાં ‘આ આંબાનું વન છે' એમ વિચારવું. અહીં આંબા ઘણાં છે તે અપેક્ષાએ સત્ય અને બીજા પણ વૃક્ષો છે તે અપેક્ષાએ અસત્ય વિચાર્યું કહેવાય. આને સત્યાસત્ય કે મિશ્ર મનોયોગ પણ કહેવામાં આવે છે. (૪) અસત્ય- અમૃષા મનોયોગ : સત્ય પણ નહીં, અને અસત્ય પણ નહીં, તેવું વિચારવું. જેમ મનથી વિચારવું કે “પધારજો, ઊભો થા' વગેરે તથા પશુ-પક્ષીઓ અસ્પષ્ટ વિચાર કરે છે તે આ ભેદમાં ગણાય. વચનયોગના ચાર ભેદ : (૧) સત્ય વચનયોગ : સત્ય-હિતકર બોલવું. (૨) અસત્ય વચનયોગ : અસત્ય-અહિતકર બોલવું. ક્રોધ વગેરેથી બોલાતી ભાષા કે બીજાનું અહિત કરવા માટે બોલાતી ભાષા દેખીતી સત્ય હોય તો પણ અસત્ય કહેવાય. (૩) સત્યાસત્ય વચનયોગ : જેમાં અપેક્ષાએ સત્ય અને અપેક્ષાએ અસત્ય હોય તેવું બોલવું. જેમ-'આ આંબાનું વન છે'; અટકળે બોલવામાં આવે કે “આજે ૫૦ માણસ જમ્યા', હજુ રાત છતાં બોલવામાં આવે કે 'ઊઠ સવાર પડી' વગેરે. (૪) અસત્ય-અમૃષા વચનયોગ: સત્ય પણ નહીં, અને અસત્ય પણ નહીં, તેવું બોલવું અર્થાત્ ખંડન કે મંડનની બુદ્ધિ વિના જ બોલાતી ભાષા. જેમ - હે ભાઈઓ | દીક્ષામાં પધારજો; જા, આવ, બેસ, મને ખાવાનું આપો, તમે ક્યાં રહો છો ?; જીવદયા પાળવી જોઈએ; તમે બપોરે ભોજન લેશો નહીં; હા, જાઓ, તને ઠીક પડે તેમ કર હાલ, આટલું નહીં, અશ્વત્થામાં હણાયો (સંદેહકારિણી), વગેરે તથા પશુઓ-પક્ષીઓ જે અસ્પષ્ટ બોલે છે, ચીં... ચીં.... કા...કા... મીંયાઉં.... ભાઉં...ભાઉં..., હોંચી-હોંચી.... સિંહની ગર્જના, ઘોડાની હણહણાટી વગેરેનો સમાવેશ આ ભેદમાં થાય છે. બેઈન્દ્રય વગેરે સર્વ અસંજ્ઞી જીવોને આ ચોથો જ વચનયોગ હોય છે.
જગતમાં સત્યવાદી અલ્પ છે, તેનાથી અસત્યવાદી અસંખ્યગુણ છે; તેનાથી સત્યાસત્યવાદી અસંખ્ય ગુણ છે, તેનાથી અસત્ય-અમૃષા બોલનારા અસંખ્ય ગુણ છે, અને તેનાથી ન બોલનારા અનંતગુણ છે. (નિગોદ વગેરે સઘળા એકેન્દ્રિય).
દંડક પ્રકરણ-૪૯
કાયયોગના સાત ભેદ : (૧) ઔદારિક કાયયોગ : ઔદારિક શરીરવાળાની કાયાનો વ્યાપાર. (૨) ઔદારિક મિશ્ર કાયયોગ : ઔદારિક અને કાર્પણ, અથવા ઔદારિક અને વૈક્રિય; અથવા ઔદારિક અને આહારક શરીરવાળી કાયાનો વ્યાપાર, (૩) વૈક્રિય કાયયોગ : વૈક્રિય શરીરવાળી કાયાનો વ્યાપાર. (૪) વૈક્રિય મિશ્ર કાયયોગ : વૈક્રિય અને કાર્મણઅથવા વૈક્રિય અને ઔદારિક શરીરવાળાની કાયાનો વ્યાપાર. (૫) આહારક કાયયોગ : આહારક શરીરવાળાની કાયાનો વ્યાપાર. (૬) આહારક મિશ્ર કાયયોગ : આહારક અને ઔદારિક શરીરવાળાની કાયાનો વ્યાપાર. (૭) કાર્પણ કાયયોગ : માત્ર તૈજસ-કાશ્મણ શરીર રૂ૫ કાયાનો વ્યાપાર. જાણવા જેવું : * જીવ મૃત્યુ પામીને બીજા ભવમાં વક્રગતિએ જાય ત્યારે રસ્તામાં એક સમય, બે સમય કે ત્રણ સમય સુધી કાર્પણ કાયયોગ. * ઉત્પત્તિના પ્રથમ સમયે કાર્પણ કાયયોગ. * ઉત્પત્તિના બીજા સમયથી શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી (કેટલાક આચાર્યના મતે સ્વયોગ્ય સર્વ પર્યામિ પૂર્ણ ન થાય
ત્યાં સુધી) મનુષ્ય-તિર્યંચને ઔદારિક મિશ્ર (કાશ્મણ + ઔદારિક); અને દેવનારકને વૈક્રિય મિશ્ર (કાશ્મણ + વૈક્રિય) કાયયોગ, તે પછી ઔદારિક કે વૈક્રિય કાયયોગ. * (સિદ્ધાંતના મતે) આહારક શરીર બનાવતી વખતે ઔદારિક મિશ્ર (ઔદારિક + આહારક); અને સંહરણ કરતી વખતે આહારક મિશ્ર (આહારક + ઔદારિક) હોય છે. (કર્મગ્રન્થના મતે બન્ને વખતે આહારક મિશ્ર ગણાય છે.) * ઉત્તર વૈક્રિય કે આહારક શરીર બની ગયા પછી તે વૈક્રિય કે આહારક કાયયોગ ગણાય છે. * કેવલી સમુદ્દઘાતમાં પહેલા, આઠમા સમયે ઔદારિક બીજા, છઠ્ઠા, સાતમા સમયે ઔદારિક મિશ્ર; અને ત્રીજા, ચોથા, પાંચમા સમયે કાર્પણ કાયયોગ હોય છે. * કાર્મણ શરીર સદાકાળ સંસારીઓને હોય છે, વળી ઔદારિક વગેરે શરીરની પ્રધાનતા હોવાથી ઔદારિક મિશ્ર વગેરે કહ્યા, પણ કાર્પણમિશ્ર કહેલ નથી.
દંડક પ્રકરણ-૫૦
Page #27
--------------------------------------------------------------------------
________________
પાઠ-૧૪: ઉપપાત - ચ્યવન
કયા જીવને કેટલા યોગ બાદર પર્યાપ્ત વાયુકાય : ૫ : ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર, કાર્પણ કાયયોગ. બાકીના સઘળા એકેન્દ્રિય ઃ ૩ : ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્પણ કાયયોગ. વિકલેન્દ્રિય, સંમ્. તિર્યંચ-મનુષ્ય : ૪ : ઉપરના ત્રણ + અસત્ય-અમૃષા વચનયોગ. (અપર્યાપ્તાનો વચનયોગ ઈન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્ત થયા બાદ સમજવો, કેમકે તેઓ ભાષા પયાપ્તિ પૂર્ણ કરી શકતા નથી.) ગર્ભજ તિર્યંચ : ૧૩ : આહારક અને આહારક મિશ્ર સિવાયના. ગર્ભજ મનુષ્ય : ૧૫ : બધા. દેવ-નારક : ૧૧ : આહારક, આહારક મિશ્ર, ઔદારિક, ઔદારિક મિશ્ર સિવાયના. (મનોયોગ મન પર્યાતિ પૂર્ણ થયા પછી સમજવો.)
-: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો : (૧) યોગ એટલે શું ? યોગના પ્રકારો વ્યાખ્યા સાથે લખો. (૨) કાયયોગના કયા ભેદો કયારે જ્યારે હોય છે ? (૩) કયા જીવને કેટલા અને કયા યોગ હોય છે ?
ઉપપાત એટલે જન્મ અને યવન એટલે મરણ.
જન્મ કે મરણ થાય ત્યારે સમગ્ર વિશ્વમાં એક જ સમયમાં એક સાથે જેટલા જન્મ-મરણ થાય તે ઉપપાત-ચ્યવન સંખ્યા અને વધુમાં વધુ જેટલા સમય સુધી બિલકુલ જન્મ કે મરણ ન થાય તે ઉપપાત-ચ્યવન વિરહકાળ.
ઉપપાત-ચ્યવન સંખ્યા સાધારણ વનસ્પતિકાય : એક જ સમયમાં અનંતા જીવો જન્મે છે, અને મરે છે. (સાધારણ વનસ્પતિકાયના એક શરીરમાં અનંતા જીવો હોય છે. તેમાંથી પ્રત્યેક સમયે અસંખ્યાતમા ભાગના (અનંતા) જીવો મરે છે, અને તેટલા જ નવા જન્મે છે. અંતર્મુહૂર્ત બાદ પ્રત્યેક નિગોદમાં નવા જ જીવો હોય છે. કેમકે અંતર્મુહૂર્તથી વધુ કોઈનું પણ આયુષ્ય નથી. (અસત્કલ્પનાએ અસંખ્યાત = ૧૦૦ લો; અને અનંત = ૧૦ હજારથી ૧૦ લાખ લો. તે રીતે નિગોદના એક શરીરમાં માનો કે અસત્કલ્પનાએ ૧૦ લાખ (અનંત) જીવો છે, તેનો અંખ્યાતમો = ૧૦૦ મો ભાગ = ૧૦,૦૦૦ (અનંત) જીવો દરેક સમયે મરે છે અને નવા જન્મે છે, આ રીતે ૧૦૦ (અસંખ્ય) સમયમાં જુના દશ લાખ મરી જશે, અને નવા દશ લાખ જન્મી પણ જશે.) આમાં પ્રત્યેક સમયે નિગોદમાંથી મરીને નિગોદમાં જ જન્મ લેનારા અનંતા હોય છે, જ્યારે નિગોદમાંથી મરીને તે સિવાયના જીવોની કુલસંખ્યા અસંખ્ય જ છે, વધુ નથી.) બાકીના એકેન્દ્રિય : એક જ સમયમાં અસંખ્યાત જીવો જન્મે છે, અને મરે છે. વિકલેન્દ્રિય : એક જ સમયમાં સંખ્યાત કે અસંખ્યાત જીવો જન્મે છે, અને મરે છે. સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચ : એક જ સમયમાં સંખ્યાત કે અસંખ્યાત જીવો જન્મ છે, અને મરે છે. સંછિમ મનુષ્ય : એક જ સમયમાં અસંખ્યાત જીવો જન્મે છે અને મરે છે. ગર્ભજ તિર્યંચ : એક જ સમયમાં સંખ્યાત કે અસંખ્યાત જીવો જન્મે છે અને મરે છે.
દંડક પ્રકરણ-૫૧
દંડક પ્રકરણ-પર
Page #28
--------------------------------------------------------------------------
________________
ગર્ભજ મનુષ્ય : એક જ સમયમાં સંખ્યાત મનુષ્યો જન્મે છે; અને મરે છે. દેવ-નારક : એક જ સમયમાં સંખ્યાત કે અસંખ્યાત દેવો કે નારકો જન્મે છે; અને મરે છે. (નવમા દેવલોકથી ઉપરના દેવલોકમાં માત્ર ગર્ભજ મનુષ્યો જ જન્મે છે; અને તેઓ ચ્યવીને (મરીને) ગર્ભજ મનુષ્ય જ થાય છે. વળી ગર્ભજ મનુષ્યોની સંખ્યા ઉત્કૃષ્ટથી સંખ્યાત જ હોય છે, તેથી તેઓની ઉપપાત-ચ્યવન સંખ્યા સંખ્યાત જ જાણવી. સર્વાર્થસિદ્ધ વિમાનમાં તો કુલ દેવો સંખ્યાત જ હોય છે.)
ઉત્કૃષ્ટ ઉપપાત-ચ્યવન વિરહકાળ
એકેન્દ્રિય : વિરહકાળ નથી. (કેમકે તેમાં સતત જન્મ-મરણ ચાલુ જ હોય છે.) વિકલેન્દ્રિય : એક મુહૂર્ત. (બેઈન્દ્રિય વગેરેમાં એક પણ જન્મે નહીં તેવું સતત વધુમાં વધુ એક મુહૂર્ત માટે બની શકે. પછી તો જન્મે જ. એ જ રીતે એક પણ બેઈન્દ્રિય વગેરે મરે નહીં, તેવું સતત વધુમાં વધુ એક મુહૂર્ત માટે બની શકે, પછી તો મરણ થાય જ, આ રીતે સર્વત્ર સમજી લેવું.)
સંમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચ : અંતર્મુહૂર્ત.
સંમૂર્ચ્છિમ મનુષ્ય : ૨૪ મુહૂર્ત. (સંમૂર્ચ્છિમ મનુષ્યના જન્મ કે મરણ સતત વધુમાં વધુ ૨૪ મુહૂર્ત સુધી થાય જ નહીં, તેવું બની શકે છે. વળી સંમૂ. મનુષ્યનું આયુષ્ય અંતર્મુહૂર્ત છે, તેથી તેનાથી મોટા વિરહકાળ વખતે જગતમાં ક્યાંય સંમૂ. મનુષ્ય હોય જ નહીં તેવું બની શકે છે.)
ગર્ભજ તિર્યંચ : ૧૨ મુહૂર્ત
ગર્ભજ મનુષ્યઃ ૧૨ મુહૂર્ત નારક : ૧૨ મુહૂર્ત
દેવ : ૧૨ મુહૂર્ત
(આ વિરહકાળ ઉત્કૃષ્ટથી જણાવ્યો છે. તેથી ઓછો પણ હોઈ શકે છે. અર્થાત્ જન્મ કે મરણનો વિરહકાળ પડે તો જઘન્યથી એક સમયથી માંડીને ઉત્કૃષ્ટથી ઉપર જણાવ્યા મુજબનો હોઈ શકે છે.)
દંડક પ્રકરણ-૫૩
-: સ્વાઘ્યાય :
મુખ્ય પ્રશ્નો : (૧) ઉપપાત-ચ્યવન સંખ્યા અને વિરહકાળ એટલે શું ? (૨) જુદા જુદા જીવોની અપેક્ષાએ ઉપપાત-ચ્યવન સંખ્યા લખો. (૩) જુદા જુદા જીવોની અપેક્ષાએ ઉપપાત-ચ્યવન વિરહકાળ લખો.
સંખમ-સંખા સમએ, ગભતિરિ વિગલ-નારય સુરા ચ । મણુઆ નિયમા સંખા, વણસંતા થાવર અસંખા
॥૨૫॥
અસન્નિ નર અસંખા, જહ ઉવવાએ તહેવ ચવણ વિ । બાવીસ સગ તિ દસવાસ-સહસ્ય ઉક્લિટ્ઝ પુઢવાઈ ॥ ૨૬ ॥ તિદિણગ્નિ-તિપક્ષાઉ નરતિરિ, સુરનિરય સાગર તિત્તીસા । વંતર પણં જોઈસ-વરિસ-લક્બાહિયં પલિયં
॥૨૭॥
અસુરાણ અહિંય અચર, દેસૂણ દુપાચં નવ નિકાએ 1 બારસ-વાસૂણ-પણદિણ-છમ્માસુ-સ્કિટ્ક વિગલાઉ ॥ ૨૮ ॥ પુઢવાઈ-દસ-પચાણં, અંતમુહુર્ત્ત જહન્ન આઉઠઈ 1 દસ-સહસ-વરિસ-ડિઈઆ, ભવણાહિવ-નિરચ-વંતરિયા ॥ ૨૯ ॥ વેમાણિય-જોઈસિયા, પક્ષ-તયદ્વંસ આઊઆ હૂંતિ । સુર-નર-તિરિ-નિરએસુ, છ પજ્જત્તી થાવરે ચીંગ
॥૩૦॥
ગાથાર્થ : ગર્ભજ તિર્યંચ, વિકલેન્દ્રિય, નારક અને દેવો (સમએ) એક સમયમાં સંખ્યાત કે અસંખ્યાત; મનુષ્ય સંખ્યાત (નિયમા) જ; (વણણંતા) વનસ્પતિ જીવો અનંતા અને સ્થાવરો અસંખ્યાત (ઉત્પન્ન થાય છે.)
અસંજ્ઞિ (સંમૂર્ચ્છિમ) મનુષ્યો અસંખ્ય (એક સમયમાં ઉપજે છે.) જેમ ઉપપાત તેમજ ચ્યવન પણ સમજી લેવું. પૃથ્વી આદિ બાવીસ, સાત, ત્રણ અને દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ (જીવે છે.)
ત્રણ દિવસ અગ્નિ; ત્રણ પલ્યોપમનું આયુ મનુષ્ય અને તિર્યંચનું; દેવ, નારક તેત્રીસ સાગરોપમ; વ્યંતર એક પલ્યોપમ; જ્યોતિષી દેવો
દંડક પ્રકરણ-૫૪
Page #29
--------------------------------------------------------------------------
________________
એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ (જીવે છે.)
અસુરકુમારોનું અધિક (અયરં) એક સાગરોપમ, (બાકીના નાગકુમારાદિ) નવનિકાયોનું કંઈક ન્યૂન બે પલ્યોપમ, અને (વિગલાઊ) વિકલેન્દ્રિયોનું ઉત્કૃષ્ટ આયુષ્ય (અનુક્રમે) બાર વર્ષ, ઓગણપચાસ દિવસ, છ માસ.
જઘન્ય આયુ સ્થિતિ-પૃથ્વી આદિ ૧૦ પદોની (સ્થાવર ૫, વિકલેન્દ્રિય ૩, ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય એ ૧૦ પદોની) અંતર્મુહૂર્ત, ભવનાધિપ, નરકો અને વ્યંતરોની દસ હજાર વર્ષની સ્થિતિ (આયુષ્ય) છે.
વૈમાનિક અને જ્યોતિષ્ક (અનુક્રમે) પલ્યોપમ અને તેના (પલ્યોપમના) આઠમા ભાગના (જઘન્ય) આયુષ્યવાળા છે. દેવ, મનુષ્ય, તિર્યંચ, નરકોને વિષે અને સ્થાવરને વિષે ૪ પર્યાપ્તિ.
દંડક પ્રકરણ-૫૫
પાઠ-૧૫ : કિમાહાર
કિમાહાર એટલે કયા જીવો કેટલી અને કઈ-કઈ દિશાનો આહાર લે છે.
આ દ્વારને વ્યવસ્થિત સમજવા માટે એક દૃષ્ટાંત વિચારી લઈએ : એક ડબ્બાને રાઈના દાણાઓથી ભરી દેવામાં આવ્યો છે. તેમાં -
(૧) જે દાણાઓ ચાર વિદિશામાં (ખુણામાં) છે, અને ડબ્બાના ઉપરના કે નીચેના પડને અડીને રહેલા છે, તે દાણાઓને ડબ્બાની બે દિશાઓનું પતરું અને ઉપરનું કે નીચેનું પતરું અડે છે. અર્થાત્ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉર્ધ્વ અને અધો એ છ દિશાઓમાં તે દાણાઓ ડબ્બાની કોઈ પણ બે દિશા અને ઉર્ધ્વ કે અધો મળી ત્રણ દિશાએ ડબ્બાને અડે છે; અને બાકીની ત્રણ દિશાએ અડતા નથી.
(૨) જે દાણાઓ ચાર વિદિશામાં છે, પરંતુ ડબ્બાના ઉપરના કે નીચેના પડને અડીને રહેલા નથી, અથવા જે દાણાઓ ઉપરના કે નીચેના વળાંકમાં રહીને ઉપરના કે નીચેના પડને અડવા સાથે કોઈ પણ એક દિશાના પતરાને સ્પર્શેલ છે, તેઓ કુલ બે દિશાએ ડબ્બાને સ્પર્શે છે અને બાકીની ચાર દિશાએ સ્પર્શતા નથી.
(૩) જે દાણાઓ ખુણામાં કે વળાંકમાં નથી, પરંતુ છ માંથી કોઈ પણ એક દિશાના પતરાને અડીને રહેલા છે, તેઓ છ માંથી એક જ દિશાએ ડબ્બાએ સ્પર્શે છે, અને બાકીની પાંચ દિશાએ ડબ્બાએ સ્પર્શતા નથી.
(૪) ઉપરના સિવાયના બાકીના બધા દાણાઓ ડબ્બાને કયાંય અડતા નથી, અલબત્ત છ એ દિશાએ ડબ્બાને સ્પર્શતા નથી.
ચૌદ રાજલોક રૂપી લોકના છેવાડે અનંતા આત્માઓ રહેલા છે, તેઓમાં (ડબ્બાની જેમ) કેટલાકને ત્રણ દિશાએ, કેટલાકને બે દિશાએ અને કેટલાકને એક દિશાએ અલોક સ્પર્શે છે. જ્યાં અલોક સ્પર્શે તે દિશાનો આહાર તે જીવોને મળતો નથી, અને જ્યાં અલોક ન સ્પર્શે (લોકાકાશ હોય) તે દિશાનો આહાર તેમને મળે છે.
દંડક પ્રકરણ-૫૬
Page #30
--------------------------------------------------------------------------
________________
પાઠ-૧૬ : સંજ્ઞા
તેથી ત્રણ દિશાએ અલોક સ્પર્શે તેમને ત્રણ દિશાનો બે દિશાએ અલોક સ્પર્શે તેમને ચાર દિશાનો; એક દિશાએ અલક સ્પર્શે તેમને પાંચ દિશાનો અને તે સિવાયના સઘળાને છ એ દિશાનો આહાર મળે છે. આમ ત્રણ, ચાર, પાંચ કે છ દિશાનો આહાર મળે છે.
કયા જીવોને કેટલી દિશાનો આહાર મળે ? (પર્યાપ્ત કે અપર્યાપ્તા) સુમ પૃથ્વીકાય, સુક્ષ્મ અપકાય, સૂક્ષ્મ તેઉકાય, સૂક્ષ્મ વાયુકાય, સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અને બાદર વાયુકાય : ત્રણ, ચાર, પાંચ કે છ દિશાનો આહાર મળે છે. (આ જીવો લોકના છેવાડે અને લોકની અંદર પણ સર્વત્ર રહેલા છે.) તે સિવાયના સઘળા જીવો : છ દિશાનો આહાર મળે છે. (કેમકે તેઓ લોકના છેવાડે હોતા નથી. લોકના અંદરના ભાગે અમુક-અમુક સ્થાને જ હોય છે.) .
(અહીં આહાર એટલે આપણે મુખેથી લઈએ છીએ તે સમજવું નહીં, જીવ પોતાના આત્મપ્રદેશો દ્વારા પુદ્ગલ ગ્રહણ કરે છે તે સમજવું. અલોકમાં પુદ્ગલ ન હોવાથી લોકની છેલ્લા આકાશપ્રદેશ સુધી અવગાહીને રહેલ જીવો જે દિશાએ અલોકને સ્પર્શેલ હોય તે દિશાનો આહાર ન મેળવી શકે.).
-: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો : (૧) કયાં રહેલા જીવોને કેટલી દિશાએ અલોક સ્પર્શે ? ડબ્બાના ઉદાહરણથી સમજાવો. (૨) કયા જીવોને કેટલી દિશાનો આહાર મળે? વિગલે પંચ પજજરી, છદિસિ આહાર હોઈ સર્વેસિંગ પણગાઈપએ ભચણા, અહ સન્નિતિયં ભણિસ્મામિ | ૩૧ ||
વિકસેન્દ્રિયને વિષે પાંચ પર્યાપ્તિ, સર્વજીવોને છ એ દિશાનો આહાર હોય છે, (પનગ) વનસ્પતિ આદિ પદોમાં ભજના (૩-૪-૫ કે ૬ દિશાનો આહાર) હવે ત્રણ સંજ્ઞાને હું કહીશ.
એકેન્દ્રિયથી માંડીને સંમૂર્છાિમ પંચેન્દ્રિય સુધીના સઘળા જીવો અસંજ્ઞી (સંજ્ઞા વિનાના કે અલ્પ સંજ્ઞાવાળા) કહેવાય છે, જ્યારે બાકીના ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, દેવ અને નારક સંજ્ઞી (સંજ્ઞાવાળા) કહેવાય છે. આ સંજ્ઞી-અસંત્રી તરીકેનું વિભાગીકરણ પાઠ-૫ માં જણાવેલ સંજ્ઞાને અનુસારે નથી, પરંતુ અહીં ત્રણ પ્રકારની સંજ્ઞાઓ જણાવાશે. તેના આધારે કરવામાં આવેલ છે.
જીવો ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાં નિવૃત્તિ કરે છે, તેમાં આ ત્રણ સંજ્ઞાઓ કારણભૂત છે. પરંતુ તે પ્રવૃત્તિ-નિવૃત્તિના દરજ્જામાં ભેદ છે. (૧) હેતુવાદોપદેશિકી સંજ્ઞા :
આ સંજ્ઞાવાળા જીવોને માત્ર વર્તમાનનો જ વિચાર હોય છે. ભૂતકાળ કે ભવિષ્યકાળનો વિચાર હોતો નથી. જેમ જળોને જેટલી વાર ગૂમડા ઉપર મુકવામાં આવે તેટલી વાર તેનું લોહી ચૂસે છે. દરેક વખતે લોહી ચૂસાયા પછી તેને દબાવીને તેનું લોહી કાઢી લેવામાં આવે છે, તે વખતે તેને તીવ્ર વેદના થાય છે, છતાંય ભૂતકાળના દુ:ખનો વિચાર ન હોવાથી ફરી-ફરી ચૂસે છે. જયારે કૂતરાને એક વાર દંડો પડયો હોય, તો ફરી જ્યારે દંડો બતાવવામાં આવે તો ભાગી જાય છે. કેમકે તેની પાસે ભૂતકાળનો વિચાર છે. (૨) દીર્ઘકાલિકી સંજ્ઞા :
મન પર્યાપ્તિ પૂર્ણ કરી હોવાથી મનવાળા જીવોને આ સંજ્ઞા હોય છે. આ સંજ્ઞાવાળા જીવો મનના કારણે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળનો વિચાર કરી શકે છે, જેમ દંડો જોઈને કૂતરું લાગે છે, માણસ પૈસો કમાવવા પ્લાન બનાવે છે વગેરે. આ સંજ્ઞાનું બીજું નામ સંપ્રધારણ સંજ્ઞા છે.
આ સંજ્ઞાને અનુસારે જ સંજ્ઞી-અસંજ્ઞી તરીકેના ભેદ પાડવામાં આવ્યા છે. અલબત્ત જેઓ દીર્ધકાલિકી સંજ્ઞાવાળા હોય તે સઘળા સંશી કહેવાય અને જે ઓ. દીર્ઘકાલિકી સંજ્ઞા વિનાના હોય (અર્થાત્ હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળા હોય) તેઓ અસંજ્ઞી કહેવાય.
દંડક પ્રકરણ-૫૭
દંડક પ્રકરણ-૫૮
Page #31
--------------------------------------------------------------------------
________________
મન વિનાના હોવાથી એકેન્દ્રિયથી માંડીને સંમૂર્છાિમ પંચેન્દ્રિય (તિર્યંચ, મનુષ્ય) સુધીના સઘળા જીવો દીર્ઘકાલિકી સંજ્ઞા વિનાના છે, તેથી તેઓ અસંશી કહેવાય છે, જ્યારે બાકીના ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, દેવ અને નારક મનવાળા હોવાથી દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા છે. તેથી તેઓ સંજ્ઞી કહેવાય છે. (૩) દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા :
દૃષ્ટિ એટલે સમ્યગદર્શન અને દૃષ્ટિવાદ એટલે શ્રુતજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાનવાળા સર્વવિરતિધર કે દેશવિરતિધર મનુષ્યોને આ ત્રીજી સંજ્ઞા હોય છે. તેઓમાં દીર્ઘકાલિકી સંજ્ઞા તો છે જ, પણ સાથે-સાથે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોવાથી તેમની પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં વિશિષ્ટતા હોય છે. તેઓ મોક્ષના લક્ષવાળા હોય છે, અને તે અનુસાર પ્રવૃત્તિ-નિવૃત્તિ કરનારા હોય છે.
માત્ર દીર્ઘકાલિકી સંજ્ઞાવાળો મમ્મણ શેઠ ધન મેળવવામાં પાગલ બન્યો; જ્યારે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા જંબૂકુમારે અઢળક ધનનો ત્યાગ કરી દીક્ષા લીધી. ચક્રવર્તીનું સુખ મેળવવા માટે દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા સંભૂતિમુનિએ અનશન કર્યું, જ્યારે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા ગજસુકુમાલ મુનિએ મોક્ષ મેળવવા માટે અનશન સ્વીકાર્યું.
પુણિયો શ્રાવક, સુલસા શ્રાવિકા, રેવતી શ્રાવિકા, શાલિભદ્રજી, ધન્નાજી, ખંધકમુનિ, અઈમુત્તા મુનિ, માસતુષ મુનિ વગેરે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા કહેવાય.
અભવી સાધુ બને ખરા, પણ તે મિથ્યાષ્ટિ હોવાથી તથા તેના દિલમાં મોક્ષની ઈચ્છા હોવાના બદલે સ્વર્ગાદિ સુખો મેળવવાની ઈચ્છા હોવાથી તેની સંજ્ઞા દૃષ્ટિવાદોપદેશિકી ન કહેવાય.
માત્ર સમ્યગદર્શનવાળા મનુષ્ય, તિર્યંચ, દેવ કે નારકને વિશિષ્ટ શ્રુતજ્ઞાન અને વિરતિ ન હોવાથી આ ત્રીજી સંજ્ઞાવાળા કહ્યા નથી.
જો કે કેટલાક ગર્ભજ તિર્યંચોને સમ્યગદર્શન અને દેશવિરતિ હોય છે, પરંતુ તેઓ અલ્પ સંખ્યામાં હોવાથી તેઓની વિવફા ત્રીજી સંજ્ઞાવાળા તરીકે શાસ્ત્રોમાં કરી નથી. (પૂર્ણ વિવક્ષા નાપ્તિ)
આમ ઉત્તરોત્તર ત્રણેય સંજ્ઞાઓ ઊંચા દરજ્જાવાળી છે.
કયા જીવોને કઈ સંજ્ઞા? એકેન્દ્રિય : સંજ્ઞા વિનાના
: અસંજ્ઞી વિકલેન્દ્રિય
: હેતુવાદોપદેશિકી સંજ્ઞા : અસંજ્ઞી સંમૂ. પંચે. તિર્યંચ-મનુષ્ય : હેતુવાદોપદેશિકી સંજ્ઞા : અસંજ્ઞી ગર્ભજ તિર્યંચ, દેવ, નારક : દીર્ઘકાલિકી સંજ્ઞા : સંજ્ઞી મનુષ્ય
: દીર્ઘકાલિકી સંજ્ઞા અને
દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા : સંજ્ઞી વત્સ: ગુરુજી ! વિકસેન્દ્રિય વગેરે હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળા હોવાથી તેમને સંજ્ઞી કહેવામાં શું વાંધો? ગુરુજી : વત્સ ! જેમ અલ્પ ધનવાળો ધનવાનું નથી કહેવાતો, પણ નિર્ધન કહેવાય છે. તેમ અલ્પ કે નીચલા દરજ્જાની સંજ્ઞાવાળા હોવાથી તેઓ અસંશી કહેવાય છે. (અલબત્ત મન વિનાના હોય તે અસંજ્ઞી અને મનવાળા હોય તે સંજ્ઞી સમજવા.)
-: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો : (૧) ત્રણ પ્રકારની સંજ્ઞાઓ વિશે સરળ ભાષામાં સમજાવો. (૨) કયા જીવોને કઈ સંજ્ઞા હોય ? અને તેથી તેઓ સંશી કહેવાય કે અસંજ્ઞી? (૩) વિકલેન્દ્રિય વગેરે હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળા તો છે જ. તો પછી તેમને સંજ્ઞી કેમ ન કહ્યા? ચઉવિહસુર-તિરિએસ, નિરએસુ ચ દીહકાલિગી સન્ના ડે વિગલે હેઉવએસા, સન્નારહિયા હિરા સવ્વ | ૩૦ || મણુઆણ દીહકાલિચ, દિરિવાઓ-વએસિઆ કેવિ ! પજ-પણ-તિરિ-મણુઅશ્ચિમ, ચઉવિહદેવેસુ ગચ્છતિ ૩૩ ll સખાઉ-પાજ-પહિંદી-તિરિચ-નરેશુ તહેવ પજાજને ! ભૂ-દગ-પત્તેયવણે, એએસ શ્ચિય સુરાગમણું |૩૪ ll પત્ત-સંખ-ગભચ-તિરિચ-નારા નિરયસત્તને જતિ | નિરય-ઉવા એએસ, ઉવવજત ન સેસણું || ૩૫
દંડક પ્રકરણ-૫૯
દંડક પ્રકરણ-૬૦
Page #32
--------------------------------------------------------------------------
________________
પૃથ્વી આદિ દશપદો (માંથી મરીને નીકળેલા) અગ્નિ-વાયુમાં ઉત્પન્ન થાય છે.
અગ્નિ, વાયુનું ગમન (મરીને જવું) પૃથ્વી આદિ નવપદ (ગર્ભજ મનુષ્ય સિવાયના) ને વિષે થાય છે. પૃથ્વી આદિ દશપદોમાંથી વિકસેન્દ્રિય ત્રિક (થવાય છે અને વિકલેન્દ્રિય ત્રિક (તહિં) ત્યાં (પૃથ્વી આદિ દશમાં) જાય છે.
ગર્ભજ તિર્યંચોનું ગમનાગમન (ગતિ-આગતિ) સર્વ જીવ સ્થાનોમાં થાય છે. મનુષ્યો સર્વત્ર સર્વ જીવ સ્થાનોમાં જાય છે. અગ્નિ અને વાયુ વડે (મરીને મનુષ્યમાં) ઉત્પન્ન થવાતું નથી.
પુટવી આઉ-વણસઈ,મઝ, નારય-વિવજિયા જીવા | સલ્વે ઉવવજત, નિચ-નિચ-મ્માણ-માણેણં | ૩૬ પઢવાઈ-દસપએસ, પુઢવી-આઉ-વણસઈ જતિ પુટવાઈ-દસપએહિંચ, તેઉવાઉસુ ઉવવાઓ | ૩૭ી તે-વાઉ-ગમણ, પુટવી-પમુહૃમિ હોઈ પચનવગે પુટવાઈ-કાણ-દસગા, વિગલાઈ-તિચં તહિં જંતિ | ૩૮ ! ગમણા-ગમણે ગબભય-તિરિયાણં સયલ-જીવ-હાણેસ | સવ્વસ્થ જંતિ મછુઆ, તેઊં-વાઊહિંનો જંતિ | ૩૦ || ગાથાર્થ : ચાર પ્રકારના દેવો, તિર્યંચો અને નારકોને વિષે દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. વિકલેન્દ્રિય હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળા અને સર્વે સ્થાવરો સંજ્ઞારહિત હોય છે.
મનુષ્યોને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. (કેવિ) પરંતુ કેટલાક (મનુષ્યો) ને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા પણ હોય છે. (૫%) પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો જ ચારે પ્રકારના દેવોમાં જાય છે.
સંખ્યાત વર્ષના આયુષ્યવાળા (અયુગલિક) પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોમાં (તહેવ) તેમજ પર્યાપ્તિ (બાદર) પૃથ્વી, પાણી અને પ્રત્યેક વનસ્પતિમાં (એએસ) આ બધામાં જ દેવોનું આગમનઆગતિ થાય છે.
પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા (અયુગલિક) ગર્ભજ તિર્યંચો અને મનુષ્યો સાતેય નરકમાં જાય છે. નરકમાંથી નીકળેલા (નારકો) તેઓને વિષે (તિર્યંચ-મનુષ્યને વિષે) ઉત્પન્ન થાય છે. બાકીના દંડકોને વિષે નહીં.
પૃથ્વી, પાણી અને વનસ્પતિની મધ્યમાં નારક સિવાયના સર્વે જીવો પોતપોતાના કર્મને અનુસાર ઉત્પન્ન થાય છે.
પૃથ્વી-પાણી અને વનસ્પતિ પૃથ્વી આદિ દશ પદો (પાંચ સ્થાવર, ૩ વિકસેન્દ્રિય, ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય) ને વિષે જાય છે. અને
દંડક પ્રકરણ-૬૧
દંડક પ્રકરણ-૬૨
Page #33
--------------------------------------------------------------------------
________________
પાઠ-૧૭: ગતિ-આગતિ
એકેન્દ્રિય વિકસેન્દ્રિય. પંચે. તિર્યંચ – મનુષ્યને
એકેન્દ્રિય વિકલેન્દ્રિય -પંચે. તિર્યંચ - મનુષ્ય
» દેવ
દેવ નારક
આ નારક
અમુક જીવ મરીને અમુક-અમુક ગતિમાં જઈ શકે તે ગતિ; અને અમુક ગતિમાં અમુક-અમુક જીવો મરીને આવે તે આગતિ કહેવાય. અર્થાત્ પૂર્વભવની અપેક્ષાએ આગતિ કહેવાય, એ પછીના ભવની અપેક્ષાએ ગતિ કહેવાય. આગતિ (પૂર્વભવ) જીવભેદ ગતિ (પછીનો ભવ) એકેન્દ્રિય
- એકેન્દ્રિય વિકસેન્દ્રિય
— વિકલેન્દ્રિય પંચે. તિર્યંચ
પાણી
– પંચે. તિર્યંચ
વનસ્પતિ દેવલોક'
5 મનુષ્ય
પૃથ્વી
પૃથ્વી, પાણી, વનસ્પતિ
વિકલેન્દ્રિય પંચે. તિર્યંચમનુષ્યદેવ
- એકેન્દ્રિય -વિકલેન્દ્રિય પંચે. તિર્યંચ - મનુષ્ય
દેવ નારક
મનુષ્ય --
નારક
(મનુષ્ય અગ્નિ, વાયુમાં જાય, પરંતુ અગ્નિ, વાયુ મનુષ્યમાં ન જાય.)
પર્યાપ્ત પંચે. તિર્યંચા , (સંમૂર્છાિમ કે ગર્ભજ) પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય
યુગલિક (મનુષ્ય| તિર્યંચ) |
- દેવલોકમાં જ
એકેન્દ્રિય
-એકેન્દ્રિય વિકલેન્દ્રિય –
અગ્નિ
>વિકલેન્દ્રિય પંચે. તિર્યંચક
વાયુ પંચે. મનુષ્ય
પંચે. તિર્યંચ (બે દેવલોક સુધીના દેવો બાદર પર્યાપ્ત પૃથ્વી-અલ્પ-પ્રત્યેક વનસ્પતિમાં જઈ શકે છે. તે સિવાય એકેન્દ્રિયની ગતિ કે આગતિ દેવ-નારક સાથે નથી. વળી
અગ્નિ-વાયુમાં મરીને મનુષ્યમાં જઈ શકતો નથી.), એકેન્દ્રિય
એકેન્દ્રિય વિકસેન્દ્રિય
–વિક લેન્દ્રિય પંચે. તિર્યંચ
—પંચે, તિર્યંચ મનુષ્ય -
- મનુષ્ય
(એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સંમ્. મનુષ્ય, યુગલિકો, દેવ, નારક અને અપર્યાપ્તા જીવો યુગલિકોમાં જન્મ લઈ શકતા નથી.)
=
x
પર્યાપ્ત પંચે. તિર્યંચ
પર્યાપ્તા બાદર પૃથ્વી-અ(સંમૂર્ણિમ કે ગર્ભજ) ૫ વ
પ્રત્યેક વનસ્પતિ પર્યાપ્તા ગર્ભજ મનુષ્યTI લો | પર્યાપ્ત પંચે. ગર્ભજ તિર્યંચ (યુગલિક કે અયુગલિક).
પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય (સંપૂ. પંચેન્દ્રિય તિર્યંચ ભવનપતિ, વ્યંતર સુધી, અને ગર્ભજ પંચે. તિર્યંચ આઠ દેવલોક સુધી જઈ શકે છે.)
દંડક પ્રકરણ-૬૪
(વિકલેન્દ્રિયની ગતિ કે આગતિ દેવ-નારક સાથે નથી.)
દંડક પ્રકરણ-૬૩
Page #34
--------------------------------------------------------------------------
________________
2
0
*
પર્યાપ્ત પંચે. તિર્યંચ
પર્યાપ્ત પંચે. ગર્ભજ (સંમૂર્ણિમ કે ગર્ભજ) 23/
તિર્યંચ પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય ૪ |
-પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય (અયુગલિક)
(સંમૂ. પંચે. તિર્યંચ પહેલી નરક સુધીઅને ગર્ભજ
પંચે. તિર્યંચ સાતે નરક સુધી જઈ શકે છે.).
જાણવા જેવું : * અહીં લબ્ધિ પર્યાપ્તા-અપર્યાપ્તાની અપેક્ષાએ વિચારવું. * અપર્યાપ્તા સઘળા જીવો; તથા પર્યાપ્ત એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-સંમૂ મનુષ્ય : મરીને યુગલિક (મનુષ્ય-તિર્યંચ) માં, દેવમાં, નરકમાં ન જાય. તેમાં તેઉ-વાયુ તો મનુષ્યમાં પણ ન જાય. તે તિર્યંચ ગતિમાં જ જાય. * પર્યાપ્તા સંપૂ. પંચે. તિર્યંચ : મરીને અંતર્લીપના યુગલિક (મનુષ્ય-તિર્યંચ) માં, ભવનપતિમાં, વ્યંતરમાં, પહેલી નરકમાં (૪ પ્રતર સુધી) જઈ શકે છે. * પર્યાપ્તા ગર્ભજ પંચે. તિર્યચ: યુગલિક (મનુષ્ય-તિર્યંચ) માં, આઠ દેવલોક સુધીમાં, અને સાતે નરકમાં જઈ શકે છે. તેમાં ભુજપરિસર્પ બે નરક સુધી, ખેચર ત્રણ નરક સુધી, ચતુષ્પદ ચાર નરક સુધી, ઉરઃ પરિસર્પ પાંચ નરક સુધી, અને જલચર સાત નરક સુધી જઈ શકે છે. * પર્યાપ્તા ગર્ભજ મનુષ્યઃ બધે જઈ શકે છે. (સ્ત્રીવેદી છે નરક સુધી અને પુરૂષવેદી સાત નરક સુધી જઈ શકે છે.)
* યુગલિકો: મરીને દેવલોકમાં જ જાય છે. તેમાં હિમવંત-હિરણ્યવંતના યુગલિક મનુષ્યો પહેલા દેવલોક સુધી; હરિવર્ષ-રગ -ઉત્તરકુરુ-દેવકુરુના યુગલિક મનુષ્યો બીજા દેવલોક સુધીઅને અંતર્લીપના યુગલિક મનુષ્યો ભવનપતિ વ્યંતર સુધી જ જાય છે. * યુગલિક તિર્યંચમાં ચતુષ્પદ કે ખેચર જ હોય છે. જલચર, ઉરપરિસર્પ કે ભુજપરિસર્પ યુગલિક ન હોય. તેમાં યુગલિક ચતુષ્પદની ગતિ-આગતિ તે-તે ક્ષેત્રના યુગલિક મનુષ્યની જેમ જ સમજવી, અને યુગલિક ખેચરનું આયુષ્ય અંતર્લીપના મનુષ્ય જેટલું હોવાથી તેમની ગતિઆગતિ બધે અંતર્લીપના મનુષ્યની જેમ સમજવી.
* દેવો: મરીને અપર્યાપ્તા, વિકલેન્દ્રિયમાં, યુગલિકમાં, દેવમાં, નરકમાં ન જાય. તેમાં બે દેવલોક સુધીના દેવો : બાદર પર્યાપ્ત પૃથ્વી-અપ-પ્રત્યેક
દંડક પ્રકરણ-૬૫
વનસ્પતિમાં, ગર્ભજ તિર્યંચમાં, ગર્ભજ મનુષ્યમાં જાય; ૩ થી ૮ દેવલોકના દેવો ગર્ભજ તિર્યંચમાં, ગર્ભજ મનુષ્યમાં જાય, અને તેથી ઉપરના દેવો ગર્ભજ મનુષ્યમાં જ જન્મ લે છે. * નારકો : અપર્યાપ્તામાં, સંમૂર્છાિમમાં, યુગલિકમાં, દેવમાં, નરકમાં ન જાય. ૧ થી ૬ નરકના : મરીને ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્યમાં અને સાતમી નરકના ગર્ભજ તિર્યંચમાં જ જન્મે છે.
* કયા સંઘયણવાળા કેટલી નરક અને કેટલા દેવલોક સુધી જઈ શકે : પહેલા સંઘયણવાળા સાત નરક ને અનુત્તર દેવલોક સુધી; બીજા સંઘયણવાળા ૬ નરક અને ૧૨ દેવલોક સુધી; ત્રીજા સંઘયણવાળા ૫ નરક અને ૧૦ દેવલોક સુધી, ચોથા સંઘયણવાળા ૪ નરક અને ૮ દેવલોક સુધી, પાંચમા સંઘયણવાળા ૩ નરક અને ૬ દેવલોક સુધી; એવઠા સંઘયણવાળા ૨ નરક અને ૪ દેવલોક સુધી જઈ શકે છે. (હાલ આપણને છેવટું સંઘયણ હોવાથી ૨ નરક અને ૪ દેવલોક સુધી જ જઈ શકાય છે, તો મોલમાં તો કઈ રીતે જઈ શકાય?)
* જો નરકમાંથી જ આવેલા હોય તો ચક્રવર્તી પહેલી નરકમાંથી; વાસુદેવ, બળદેવ બે નરકમાંથી, તીર્થકર ત્રણ નરકમાંથી; કેવલજ્ઞાની ચાર નરકમાંથી, સાધુ પાંચ નરકમાંથી, દેશવિરતિધર છ નરકમાંથી, સમ્યગદષ્ટિ સાત નરકમાંથી આવેલ હોઈ શકે. (સાતમી નરકના તિર્યંચમાં જ જન્મે.)
* સમ્યકત્વ અને દેશવિરતિવાળા ગર્ભજ તિર્યંચો આઠ દેવલોક સુધી સમ્યક – અને દેશવિરતિવાળા મનુષ્યો (શ્રાવકો) ૧૨ દેવલોક સુધી; સર્વવિરતિધર અભવી મનુષ્યો ચારિત્રના પ્રભાવે નવ રૈવેયક સુધી; અને સર્વવિરતિધર ભવી મનુષ્યો અનુત્તર અને મોક્ષ સુધી જઈ શકે છે. વિરાધિત સાધુ જઘન્યથી ભવનપતિમાં અને ઉત્કૃષ્ટથી પહેલા દેવલોક સુધી જાય છે.
* બે દેવલોક સુધીના દેવો પોતાના આભૂષણો, અંગદ, કુંડલ વગેરેના પદ્મરાગાદિ મણિમાં આસક્ત થવાથી તેમાં જ પૃથવીકાય રૂપે ઉત્પન્ન થઈ શકે છે. તથા વાવડીઓના સ્વચ્છ અને મધુર પાણીમાં આસક્ત થવાથી તેમાં જ અકાયરૂપે ઉત્પન્ન થઈ શકે છે. વળી, સુગંધી પુષ્પો વગેરેમાં આસક્ત થવાથી વનસ્પતિમાં જન્મ લે છે. જો વનસ્પતિમાં ઉપજે તો શાલ વગેરે જાતિના ધાન્યોના પુષ્પ, બીજ કે ફલમાં ઉપજે છે. બાકીના મૂળ વગેરેમાં ઉપજતા નથી. શેરડીના માત્ર સ્કંધમાં જ ઉપજે છે.
દંડક પ્રકરણ-૬૬
Page #35
--------------------------------------------------------------------------
________________
પાઠ-૧૮: વેદ
* વિકસેન્દ્રિયમાંથી આવેલ મનુષ્ય મોક્ષે ન જાય.
* વિજયાદિ ચાર અનુત્તરમાંથી ચ્યવીને મનુષ્ય બની મોક્ષ પામે; અથવા મનુષ્ય + મનુષ્ય બની મોક્ષ પામે; અથવા મનુષ્ય + દેવ + મનુષ્ય બની મોક્ષ પામે. તેમનો સંખ્યાતકાળે મોક્ષ થાય છે, પરંતુ અસંખ્ય કે અનંતકાળ સંસારમાં ભટકવાનું થતું નથી, જ્યારે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવીને પછીના જ ભવે નક્કી મોલમાં જાય છે. વિજયાદિ ચારમાંથી નીકળેલો જીવ તથાસ્વભાવથી કયારેય પણ તિચિમાં, નરકમાં, ભવનપતિમાં, વ્યંતરમાં કે જ્યોતિષમાં જતો નથી, મનુષ્યમાં કે સૌધર્મ વગેરે વૈમાનિકમાં જ જાય છે. વિજયાદિ ચારમાં બીજી વાર ઉત્પન્ન થયેલ નક્કી પછીના જ ભવે મોલમાં જાય છે.
-: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો : (૧) ગતિ-આગતિની વ્યાખ્યા લખો. (૨) પૃથવી વગેરે જીવભેદોની ગતિ- આગતિ લખો. (૩) નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. (આમાં ગતિ-આગતિ, કયાં ન જાય ? કયાંથી આવે ? વગેરે બાબતો તથા ‘જાણવા જેવું' માંથી વિવિધ પ્રશ્નો બનાવીને પૂછી શકાય.)
વેદ ત્રણ પ્રકારે છે : (૧) પુરુષવેદ (૨) સ્ત્રીવેદ (૩) નપુંસકવેદ. સંસારી જીવો કાં પુરુષરૂપે, કાં સ્ત્રીરૂપે, કાં નપુંસકરૂપે હોય છે. પુરુષ કે સ્ત્રીને ઓળખવાના ચિન્હો-દાઢી, મૂછ વગેરે-જગતમાં પ્રસિદ્ધ છે. નપુંસકદવાળા મનુષ્યોને અમુક પુરુષ ચિન્હો અને અમુક સ્ત્રી ચિન્હો હોય છે. જેમ હોય શ્રી, પરંતુ દાઢી, મૂછ, પુરુષ જેવો અનાજ વગેરે પણ હોય; અથવા હોય પુરુષ, પણ દાઢી, મૂછ વગેરે ન હોય, સ્ત્રી જેવો અવાજ અને સ્ત્રી જેવી ચાલ હોય.
પુરુષવેદમોહનીયકર્મના ઉદયથી સ્ત્રી પ્રત્યેની કામવાસના જાગે છે; સ્ત્રીવેદમોહનીયકર્મના ઉદયથી પુરુષ પ્રત્યેની કામવાસના જાગે છે અને નપુંસકવેદમોહનીયકર્મના ઉદયથી સ્ત્રી અને પુરુષ બન્ને પ્રત્યેની કામવાસના જાગે છે. જેઓ આ વેદ મોહનીય કર્મને ખતમ કરી દે છે, અથવા એકદમ નબળું પાડી દે છે તેઓ કામવાસનાના પાપકર્મથી બચી જાય છે, અને મન, વચન, કાયાથી પવિત્ર બની શકે છે.
કયા જીવભેદોમાં કયા-કયા વેદ એકેન્દ્રિય: અસ્પષ્ટ નપુંસકવેદ (કેમકે તેઓમાં પણ કામવાસના કહી છે.) વિકસેન્દ્રિય : નપુંસકવેદ સંપૂ. પંચે. તિર્યંચઃ નપુંસકવેદ (જો કે લિંગની અપેક્ષાએ વિચારીએ તો ત્રણે લિંગવાળા હોય છે.) સંમૂર્છાિમ મનુષ્ય : નપુંસકવેદ યુગલિક મનુષ્ય-તિર્યંચ: સ્ત્રીવેદ કે પુરુષવેદ (નપુંસકવેદ ન હોય) ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય : ત્રણે વેદ બે દેવલોક સુધી સ્ત્રીવેદ કે પુરુષવેદ ત્રણથી ઉપરના દેવલોક પુરુષવેદ જ (દેવી બે દેવલોક સુધી જ ઉત્પન્ન થાય છે, પરંતુ તેમનો આઠ દેવલોક સુધી આવન-જાવન હોય છે.) નારક : નપુંસકવેદ
દંડક પ્રકરણ-૬૮
દંડક પ્રકરણ-૬૭
Page #36
--------------------------------------------------------------------------
________________
-: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો : (૧) પવિત્ર બનવાનો ઉપાય શું? (૨) ત્રણ વેદના નામ લખો. (૩) કયા જીવોને કયા કયા વેદ હોય છે?
પાઠ-૧૯ : અલ્પબહત્વ
વેયતિય તિરિનરેસ, ઈન્શી પુરિસો ય ચઉવિહરેસ 1 ચિર-વિગલ-નારએસુ, નપુંસવેઓ હવઈ એગો ! ૪૦ |
તિર્યંચ અને મનુષ્યોમાં ત્રણ વેદ છે, ચારેય પ્રકારના દેવોમાં સ્ત્રી અને પુરુષવેદ છે, સ્થાવર, વિકલેન્દ્રિય અને નારકોમાં એક નપુંસકવેદ છે.
કયા જીવોની સંખ્યા ઓછી, અને કયા જીવોની તે કરતાં કેટલી વધૂ તે અલ્પબહુત કહેવાય.
ડબલ કરતાં ઓછી તે વિશેષાધિક કહેવાય. (જેમ ૧૦૦ ની અપેક્ષાએ ૧૦૧ થી ૯૯ સુધી, વિશેષાધિક કહેવાય.)
ડબલ કરતાં વધુ અર્થાત્ બે ગુણી, ત્રણ ગુણી.... અબજો ગુણી... સંખ્યાત ગુણી તે સંખ્યાત ગુણ કહેવાય. (જેમ ૧૦૦ ની અપેક્ષાએ ૨૦૦ થી માંડીને મોટી કોઈ પણ (સંખ્યાત) સંખ્યા સંખ્યાતગુણ કહેવાય.)
અસંખ્યાત ગુણી તે અસંખ્યાત ગુણ કહેવાય.
અનંત ગુણી તે અનંત ગુણ કહેવાય. (૧) પર્યાપ્ત મનુષ્યો સૌથી અલ્પ, તેનાથી (૨) બાદર અગ્નિ : અસંખ્યાત ગુણ, તેનાથી
(અલબત્ત મનુષ્યો કરતાં અગ્નિના જીવો અસંખ્યાત ગુણ વધારે છે.) (૩) વૈમાનિક દેવો અસંખ્યાત ગુણ, તેનાથી (૪) ભવનપતિ દેવો : અસંખ્યાત ગુણ, તેનાથી (૫) નારકો : અસંખ્યાત ગુણ; તેનાથી (૬) વ્યંતર દેવો: અસંખ્યાત ગુણ; તેનાથી (૭) જ્યોતિષી દેવો : અસંખ્યાત ગુણ; તેનાથી (૮) ચઉરિન્દ્રિય જીવો ઃ અસંખ્યાત ગુણ, તેનાથી (૯) પંચેન્દ્રિય તિર્યંચો વિશેષાધિક, તેનાથી
| (અલબત્ત ચઉરિન્દ્રિય જીવો કરતાં પંચે. તિર્યંચ ડબલ કરતાં ઓછા છે.) (૧૦) બેઈન્દ્રિય જીવો ઃ વિશેષાધિક; તેનાથી (૧૧) તેઈન્દ્રિય જીવો : વિશેષાધિક, તેનાથી
દંડક પ્રકરણ-૬૯
દંડક પ્રકરણ-૭૦
Page #37
--------------------------------------------------------------------------
________________ (12) પૃથ્વીકાય: અસંખ્યાત ગુણ, તેનાથી (13) અપૂકાય: અસંખ્યાત ગુણ; તેનાથી (14) વાયુકાય : અસંખ્યાત ગુણ; તેનાથી (15) વનસ્પતિકાય : અનંતગુણ (આમાં ભવનપતિના 10 પદ હોવાથી 24 દંડક થઈ જાય છે. વળી આ અલ્પબદુત્વ પર્યાપ્તા જીવોની અપેક્ષાએ જણાવેલ છે.) આવશ્યક છે. ભવભ્રમણ ઉપર નિર્વેદ (કંટાળો) પેદા થાય ત્યારે ત્રણ દંડનો ત્યાગ કરવાની તલપ પેદા થાય. આ તલપ જ ત્રણ દંડનો ત્યાગ કરાવીને મોક્ષ સુધી પહોંચાડે છે. સિરિ જિણહંસ મુણીસર, રજે સિરિ ધવલચંદ સીસેણ ગજસારણ લિહિયા, એસા વિન્નત્તિ અUહિ || 44 | શ્રી જિનહંસ મુનિશ્વરના શાસનમાં શ્રી ધવલચન્દ્રમુનિના શિષ્ય શ્રી ગજ સારમુનિ વડે આત્મહિતકારી આ વિનંતિ (દંડકપદના સ્વરૂપમાં 24 જિનની સ્તુતિ રૂ૫ વિનંતી) લખાયેલી છે. સમાપ્ત ******* -: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો: (1) 24 દંડક પદોનું અલ્પબદુત્વ લખો. પજમણ બાયરમ્મી, વૈમાણિય ભવણ નિરય વંતરિયા ! જોઈસ ચઉ પણતિરિયા, બેઈદિ તેઈદિ ભૂ આઊ || 41 || વા વણસ્સઈ શ્ચિય, અહિયા અહિયા કર્મણિમે હંતિ | સવ્વ વિ ઈમે ભાવા, જિણા!મએ સંતસો પત્તા | 42 ll સંપાઈ તુહ ભરૂમ્સ, દંડગપય-ભમણ-ભગ્ન-હિયયમ્સ | દંડતિય-વિરય (ઈ) સુલટું, લહુ મમ દિંતુ મુખપયં || 43 ll પર્યાપ્ત મનુષ્ય, બાદર અગ્નિ, વૈમાનિક દેવો, ભવનપતિ દેવો, નારક, વ્યંતરદેવો, જ્યોતિષ્ક દેવો, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, પૃથ્વીકાય, અકાય (પાણી), વાયુ, વનસ્પતિ-આ અનુક્રમે (ઉત્તરોત્તર) અધિક-અધિક (સંખ્યામાં) છે. હે જિનેશ્વરો ! આ સર્વે ભાવો મારા વડે અનંતવાર પ્રાપ્ત કરાયા છે. (સંપઈ) હવે દંડક પદોમાં ભ્રમણ કરવાથી ભાંગી ગયેલા હૃદયવાળા (તુચ્છ) તમારા ભક્ત એવા (મમ) મને (હે પ્રભુ!) ત્રણ દંડની વિરતિથી (ત્યાગથી) સુલભ એવું મોક્ષપદ (હુ) શીઘ આપો. મોક્ષ મેળવવા માટે મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિરૂપ ત્રણ દંડથી વિરતિ આવશ્યક છે. આ ત્રણ દંડ જ જીવને ભવભ્રમણ કરાવીને દુઃખો આપે છે. આ ત્રણ દંડના ત્યાગ માટે સંસાર ભ્રમણને ખેદ દંડક પ્રકરણ-૭૧ દંડક પ્રકરણ-૭૨