Page #1
--------------------------------------------------------------------------
________________
૪૪૨
જિન સ્તવના
૪. શ્રી બૃહદ્ આલોચના સિદ્ધ શ્રી પરમાતમા, અરિગંજન અરિહંત; ઇષ્ટ દેવ વંદું સદા, ભય ભંજન ભગવંત. ૧ અરિતા સિદ્ધ સમરું સદા, આચારજ ઉવજ્જાય; સાધુ સકળકે ચરનકું, વંદું શીશ નમાય. ૨ શાસનનાયક સમરિયે, ભગવંત વીર નિંદ; અલિય વિઘન દૂરે હરે, આપે પરમાનંદ. ૩ અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણો ભંડાર; શ્રીગુરુ ગૌતમ સમરિયે, વાંછિત ફલ દાતાર. ૪ શ્રી ગુરુદેવ પ્રસાદસે, હોત મનોરથ સિદ્ધ; ઘન વરસત વેલી તરુ, ફૂલ લનકી વૃદ્ધ. ૫ પંચ પરમેષ્ઠી દેવકો, ભજનપૂર પરિચાન; કર્મ અરિ ભાજે સભી, હોવે પરમ કલ્યાન. ૬ શ્રી જિનયુગપદકમળમેં, મુજ મન ભમર વસાય; કબ ઊગે વો દિનકરુ, શ્રીમુખ દરિસન પાય. ૭ પ્રણમી પદપંકજ ભણી, અરિગંજન અરિહંત; કથન કરૌં અબ જીવકો, કિંચિત્ મુજ વિરતંત. ૮ આરંભ વિષય કષાયવશ, ભમિયો કાળ અનંત; લક્ષચોરાશી યોનિમેં, અબ તારો ભગવંત. ૯ દેવ ગુરુ ધર્મ સૂત્રમેં, નવ તત્ત્વાદિક જોય; અધિકાં ઓછાં જે કહ્યાં, મિથ્યા દુષ્કૃત મોય. ૧૦ મિથ્યા મોહ અજ્ઞાનકો, ભરિયો રોગ અથાગ; વૈદ્યરાજ ગુરુ શરણથી, ઔષધ જ્ઞાન વિરાગ. ૧૧
Page #2
--------------------------------------------------------------------------
________________
આત્મશુદ્ધિથી આત્મશ્રેય સાધીએ
૪૪૩
જે મેં જીવ વિરાધિયા, સેવ્યાં પાપ અઢાર; પ્રભુ તમારી સાખર્સ, વારંવાર ધિક્કાર. ૧૨ બુરા બુરા સબકો કહે, બુરા ન દીસે કોઈ; જો ઘટ શોધે આપનો, મોસું બુરા ન કોઈ. ૧૩ કહેવામાં આવે નહિ, અવગુણ ભર્યા અનંત; લિખવામાં ક્યું કર લિખું, જાણો શ્રી ભગવંત. ૧૪ કરુણાનિધિ કૃપા કરી, કર્મ કઠિન મુજ છેદ; મિથ્યા મોહ અજ્ઞાનકો, કરજો ગ્રંથિ ભેદ. ૧૫ પતિત ઉદ્ધારન નાથજી, અપનો બિરુદ વિચાર; ભૂલચૂક સબ માહરી, ખમીએ વારંવાર. ૧૬ માફ કરો સબ માહરા, આજ તલકના દોષ; દીનદયાળુ દો મુજે, શ્રદ્ધા શીલ સંતોષ. ૧૭ આતમનિંદા શુદ્ધ ભની, ગુનવંત વંદન ભાવ; રાગ દ્વેષ પતલા કરી, સબસે ખીમત ખીમાવ. ૧૮ છૂટું પિછલાં પાપસે, નવાં ન બાંધું કોઈ; શ્રી ગુરુદેવ પ્રસાદસેં, સફલ મનોરથ હોઈ. ૧૯ પરિગ્રહ મમતા તજી કરી, પંચ મહાવ્રત ધાર; અંત સમય આલોચના, કરું સંથારો સાર. ૨૦ તીન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે નિત મન; શક્તિ સાર વર્તે સહી, પાવે શિવસુખ ધન. ૨૧ અરિહા દેવ નિર્ગથ ગુરુ, સંવર નિર્ભર ધર્મ, આગમ શ્રી કેવલી કથિત, એહી જૈન મત મર્મ. ૨૨ આરંભ વિષય કષાય તજ, શુદ્ધ સમકિત વ્રત ધાર; જિન આજ્ઞા પરમાન કર, નિશ્ચય ખેવો પાર. ૨૩
Page #3
--------------------------------------------------------------------------
________________
४४४
જિન સ્તવના
ક્ષણ નિકમો રહનો નહીં, કરનો આતમ કામ; ભણનો ગુણનો શીખનો, રમનો જ્ઞાનારામ. ૨૪ અરિતા સિદ્ધ સબ સાધુજી, જિનાજ્ઞા ધર્મસાર; મંગલિક ઉત્તમ સદા, નિશ્ચય શરણાં ચાર. ૨૫ ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સ્મરણકો ચાવ; નરભવ સલો જો કરે, દાન શીલ તપ ભાવ. ૨૬
સિદ્ધ જૈસી જીવ હૈ, જીવ સોઈ સિદ્ધ હોય; કર્મ મેલકા અંતરા, બૂઝે વિરલા કોય. ૧ કર્મ પુદ્ગલ રૂપ હૈ, જીવ રૂપ હૈ જ્ઞાન, દો મિલકર બહુ રૂપ હૈં, વિછડ્યાં પદ નિર્વાણ. ૨ જીવ કરમ ભિન્ન ભિન્ન કરો, મનુષ્ય જનમકું પાય; આત્મજ્ઞાન વૈરાગ્યસે, ધીરજ ધ્યાન જગાય. ૩ દ્રવ્ય થકી જીવ એક હૈ, ક્ષેત્ર અસંખ્ય પ્રમાન; કાળ થકી રહૈ સર્વદા, ભાવે દર્શન જ્ઞાન. ૪ ગર્ભિત પુદ્ગલ પિડમેં, અલખ અમૂરતિ દેવ; ફિરે સહજ ભવચક્રમેં, યહ અનાદિકી ટેવ. પ ફૂલ અત્તર, ઘી દૂધમેં, તિલમેં તૈલ છિપાય; યું ચેતન જડ કરમ સંગ, બંધ્યો મમતા પાય. ૬ જો જો પુગલકી દશા, તે નિજ માને હંસ; યાહી ભરમ વિભાવતું, બઢે કરમકો વંશ. ૭ રતન બંધ્યો ગઠડી વિષે, સૂર્ય છિપ્યો ઘન માંહિ; સિંહ પિંજરામે દિયો, જોર ચલે કછુ નાહીં. ૮
Page #4
--------------------------------------------------------------------------
________________
આત્મશુદ્ધિથી આત્મશ્રેય સાધીએ
જ્યું બંદર મદિરા પિયા, વિછુ ડંકિત ગાત; ભૂત લગ્યો કૌતુક કરે, કર્માંકા ઉત્પાત. ૯ કર્મ સંગ જીવ મૂઢ હૈ, પાવે નાના રૂપ; કર્મ રૂપ મલકેટલે, ચેતન સિદ્ધ સરૂપ. ૧૦ શુદ્ધ ચેતન ઉજ્જ્વલ દરવ, રહ્યો કર્મ મલ છાય; તપ સંયમસેં ધોવતાં, જ્ઞાનજ્યોતિ બઢ જાય. ૧૧ જ્ઞાન થકી જાને સકલ, દર્શન શ્રદ્ધા રૂપ; ચારિત્રથી આવત રુકે, તપસ્યા ક્ષપન સરૂપ. ૧૨ કર્મ રૂપ મલકે શુધે, ચેતન ચાંદી રૂપ; નિર્મળ જ્યોતિ પ્રગટ ભયાં, કેવળજ્ઞાન અનુપ. ૧૩ મૂસી પાવક સોહગી, ફુકાંતનો ઉપાય; રામચરણ ચારુ મિલ્યા, મૈલ કનકકો જાય. ૧૪ કર્મરૂપ બાદલ મિટે, પ્રગટે ચેતન ચંદ; જ્ઞાનરૂપ ગુન ચાંદની, નિર્મળ જ્યોતિ અમંદ. ૧૫ રાગ દ્વેષ દો બીજસેં, કર્મબંધકી વ્યાધ; આત્મજ્ઞાન વૈરાગ્યä, પાવે મુક્તિ સમાધ. ૧૬ અવસર વીત્યો જાત હૈ, અપને વશ કછુ હોત; પુણ્ય છતાં પુણ્ય હોત હૈ, દીપક દીપક જ્યોત. ૧૭ કલ્પવૃક્ષ ચિંતામણિ, ઇન ભવમેં સુખકાર; જ્ઞાનવૃદ્ધિ ઇનસે અધિક, ભવદુઃખ ભંજનહાર. ૧૮ રાઈમાત્ર ઘટવધે નહીં, દેખ્યાં કેવળજ્ઞાન; યહ નિશ્ચય કર જાનકે, ત્યજીએ પરથમ ધ્યાન. ૧૯ દૂજા કુછ ભી નચિંતીએ, કર્મબંધ બહુ દોષ; ત્રીજા ચોથા ધ્યાયકે, કરીએ મન સંતોષ. ૨૦
૪૪૫
Page #5
--------------------------------------------------------------------------
________________
૪૪૬
જિન સ્તવના
ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નાહિ; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગ માંહિ. ૨૧ અહો! સમદષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાળ; અંતર્ગત ન્યારો રહે, (જ્યુ) ધાવ ખિલાવે બાળ. ૨૨ સુખ દુઃખ દોનું વસત હૈ, જ્ઞાનીકે ઘટ માંહિ; ગિરિ સર દીસે મુકરમેં, ભાર ભીંજવો નાહિં. ૨૩ જો જો પુદ્ગલ ફરસના, નિચે ફરસે સોય; મમતા સમતા ભાવસે, કર્મ બંધ-ક્ષય હોય. ૨૪ બાંધ્યાં સોહી ભોગવે, કર્મ શુભાશુભ ભાવ;
લ નિરજરા હોત હૈ, યહ સમાધિ ચિત્ત ચાવ. ૨૫ બાંધ્યાં બિન ભગતે નહિં, બિન ભુગત્યાં ન છુટાય; આપ હી કરતા ભોગતા, આપ હી દૂર કરાય. ૨૬ પથ-કુપથ ઘટવધ કરી, રોગ હાનિ વૃદ્ધિ થાય; પુણ્ય-પાપ કિરિયા કરી, સુખ-દુઃખ જગમેં પાય. ૨૭ સુખ દીધે સુખ હોત હૈ, દુઃખ દીધાં દુઃખ હોય; આપ હણે નહિ અવરકું, (તો) અપને હણે ન કોય. ૨૮ જ્ઞાન ગરીબી ગુરુવચન, નરમ વચન નિર્દોષ; ઇનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા શીલ સંતોષ. ૨૯ સતુ મત છોડો હો નરા! લક્ષ્મી ચૌગુની હોય; સુખ દુઃખ રેખા કર્મકી, ટાલી ટલે ન કોય. ૩૦ ગોધન ગજધન રતનધન, કંચન ખાન સુખાન; જબ આવે સંતોષધન, સબ ધન ધૂળ સમાન. ૩૧ શીલ રતન મોટો રતન, સબ રતનાંકી ખાન; તીન લોકકી સંપદા, રહી શીલમેં આન. ૩૨
Page #6
--------------------------------------------------------------------------
________________
આત્મશુદ્ધિથી આત્મશ્રેય સાધીએ
४४७
શીલે સર્પ ન આભડે, શીલે શીતલ આગ; શીલે અરિ કરિ કેસરી, ભય જાવે સબ ભાગ. ૩૩ શીલ રતનકે પારખું, મીઠા બોલે બૈન; સબ જગસે ઊંચા રહે, (જો) નીચાં રાખે નૈન. ૩૪ તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુઃખ; કર્મ રોગ પાતિક ઝરે, દેખત વાકા મુખ. ૩૫
પાન ખરંતા ઇમ કહે, સુન તરુવર વનરાય; અબકે વિઠ્ઠરે કબ મિલે, દૂર પડંગે જાય. ૧ તબ તરુવર ઉત્તર દિયો, સુનો પત્ર ઇક બાત; ઇસ ઘર ઐસી રીત હૈ, એક આવત એક જાત. ૨ વરસદિનાકી ગાંઠકો, ઉત્સવ ગાય બજાય; મૂરખ નર સમજે નહીં, વરસ ગાંઠકો જાય. ૩
પવન તણો વિશ્વાસ, કિણ કારણ તે દઢ કિયો? ઇનકી એવી રીત, આવે કે આવે નહીં. ૪
કરજ બિરાના કાઢકે, ખરચ કિયા બહુ નામ; જબ મુદત પૂરી હુવે, દેનાં પડશે દામ. ૧ બિનું દિયાં છૂટે નહીં, યહ નિશ્ચય કર માન; હંસ હંસકે ક્યું ખરચીએ, દામ બિરાના જાન. ૨ જીવ હિંસા કરતાં થકાં, લાગે મિષ્ટ અજ્ઞાન; જ્ઞાની ઇમ જાને સહી, વિષ મિલિયો પકવાન. ૩ કામ ભોગ પ્યારા લગે, ફલ કિપાક સમાન; મીઠી ખાજ ખુજાવતાં, પીછે દુઃખકી ખાન. ૪
Page #7
--------------------------------------------------------------------------
________________
४४८
જિન સ્તવના
જપ તપ સંયમ દોહિલો, ઔષધ કડવી જાન; સુખકારન પીછે ઘનો, નિશ્ચય પદ નિરવાન. ૫ ડાભ અણી જલબિંદુઓ, સુખ વિષયનકો ચાવ; ભવસાગર દુઃખજલ ભર્યો, યહ સંસાર સ્વભાવ. ૬ ચઢ ઉત્તમ જહાંએ પતન, શિખર નહીં વો કૂપ; જિસ સુખ અંદર દુઃખ વસે, સો સુખ ભી દુ:ખરૂપ. ૭ જબ લગ જિનકે પુણ્યકા, પહોંચે નહિ કરાર; તબ લગ ઉસકો માફ હૈ, અવગુન કરે હજાર. ૮ પુણ્ય ખાન જબ હોત હૈ, ઉદય હોત હૈ પાપ; દાઝે વનકી લાકરી, પ્રજલે આપોઆપ. ૯ પાપ છિપાયાં ના છીપે, છીપે તો મહાભાગ; દાબી ડૂબી ના રહે, રૂઈ લપેટી આગ. ૧૦ બહુ વીતી થોડી રહી, અબ તો સુરત સંભાર; પરભવ નિશ્ચય ચાલનો, વૃથા જન્મ મત હાર. ૧૧ ચાર કોશ ગ્રામાંતરે, ખરચી બાંધે લાર; પરભવ નિશ્ચય જાવણો, કરીએ ધર્મ વિચાર. ૧૨ રજ વિરજ ઊંચી ગઈ, નરમાઈ, પાન; પથ્થર ઠોકર ખાત હૈ, કરડાઈકે તાન. ૧૩ અવગુન ઉર ધરીએ નહિ, જો હુવે વિરખ બબૂલ; ગુન લીજે કાલુ કહે, નહિ છાયામેં સૂલ. ૧૪ જૈસી જાપે વસ્તુ હૈ, વૈસી કે દિખલાય; વાકા બુરા ના માનીએ, કહાં લેને વો જાય? ૧૫ ગુરુ કારીગર સારિખા, ટાંકી વચન વિચાર; પથ્થરસે પ્રતિમા કરે, પૂજા લહે અપાર. ૧૬
Page #8
--------------------------------------------------------------------------
________________
આત્મશુદ્ધિથી આત્મશ્રેય સાધીએ
४४८
સંતનકી સેવા કિયાં, પ્રભુ રીઝત હૈ આપ; જાકા બાલ ખિલાઈએ, તાકા રીઝત બાપ. ૧૭ ભવસાગર સંસારમેં, દીપા શ્રી જિનરાજ; ઉદ્યમ કરી પહોંચે તીરે, બેઠી ધર્મ જહાજ. ૧૮ નિજ આતમકું દમન કર, પર આતમકું ચીન; પરમાતમકો ભજન કર, સોઈ મત પરવીન. ૧૯ સમજુ શકે પાપસે, અણસમજુ હરખંત; વે લુખાં વે ચીકણાં, ઇણ વિધ કર્મ બધંત. ૨૦ સમજ સાર સંસારમેં, સમજુ ટાળે દોષ; સમજ સમજ કરી જીવ હી, ગયા અનંતા મોક્ષ. ૨૧ ઉપશમ વિષય કષાયનો, સંવર તીનું યોગ; કિરિયા જતન વિવેકર્સ, મિટે કર્મ દુઃખ રોગ. ૨૨ રોગ મિટે સમતા વધે, સમકિત વ્રત આરાધ; નિર્વેરી સબ જીવસે, પાવે મુક્તિ સમાધ. ૨૩
અનંત ચોવીશી જિન નમું, સિદ્ધ અનંતા ક્રોડ; વર્તમાન જિનવર સવે, કેવલી દો નવ ક્રોડ. ગણધરાદિ સબ સાધુજી, સમકિત વત ગુણધાર; યથાયોગ્ય વંદન કરું, જિન આજ્ઞા અનુસાર,
(એક નવકાર ગણવો.) પ્રણમી પદપંકજ ભની, અરિગંજન અરિહંત;
કથન કરું હવે જીવનું, કિંચિત્ મુજ વિરતંત. હું અપરાધી અનાદિકો, જનમ જનમ ગુના કિયા ભરપૂરકે; લૂંટીઆ પ્રાણ છ કાયના, સેવ્યાં પાપ અઢારાં કરૂરકે.
Page #9
--------------------------------------------------------------------------
________________
જિન સ્તવના
આજ સુધી આ ભવમાં, પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા ભવમાં કુગુરુ, કુદેવ અને કુધર્મની સદ્દહણા, પ્રરૂપણા, ફરસના, સેવનાદિક સંબંધી પાપ-દોષ લાગ્યા તે સર્વે મિચ્છા મિ દુક્કડં.
૪૫૦
અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, અવ્રતપણે, કષાયપણે, અશુભ યોગે કરી, પ્રમાદે કરી અપછંદ-અવિનીતપણું મેં કર્યું તે સર્વે મિચ્છા મિ દુક્કડં.
શ્રી અરિહંત ભગવંત વીતરાગ કેવલજ્ઞાની મહારાજની, શ્રી ગણધરદેવની, શ્રી આચાર્યની, શ્રી ધર્માચાર્યની, શ્રી ઉપાધ્યાયની અને શ્રી સાધુ-સાધ્વીની, શ્રાવક-શ્રાવિકાની, સમષ્ટિ સાધર્મી ઉત્તમ પુરુષોની, શાસ્ત્રસૂત્રપાઠની, અર્થ-પરમાર્થની, ધર્મ સંબંધી અને સકલ પદાર્થોની અવિનય, અભક્તિ, આશાતનાદિક કરી, કરાવી, અનુમોદી; મન, વચન અને કાયાએ કરી; દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી સમ્યક્ પ્રકારે વિનય, ભક્તિ, આરાધના, પાલન, સ્પર્શના, સેવનાદિક યથાયોગ્ય અનુક્રમે નહીં કરી, નહીં કરાવી, નહીં અનુમોદી; તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ સર્વે માફ કરો, ક્ષમા કરો; હું મન, વચન, કાયાએ કરી ખમાવું છું.
અપરાધી ગુરુ દેવકો, તીન ભુવનકો ચોર; ઠગું વરાણા માલમેં, હા હા કર્મ કઠોર. ૧
કામી કપટી લાલચી, અપછંદા અવિનીત; અવિવેકી ક્રોધી કઠિન, મહાપાપી ભયભીત. ૨ જે મેં જીવ વિરાધિયા, સેવ્યાં પાપ અઢાર; નાથ તુમારી સાખસે, વારંવાર ધિક્કાર. ૩
પહેલું પાપ પ્રાણાતિપાત
—
છકાયપણે મેં છકાય જીવની વિરાધના કરી; પૃથ્વીકાય,
Page #10
--------------------------------------------------------------------------
________________
આત્મશુદ્ધિથી આત્મશ્રેય સાધીએ
અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચૌરિંદ્રિય, પંચેંદ્રિય, સંજ્ઞી, અસંશી, ગર્ભજ ચૌદે પ્રકારે સંમૂર્ણિમ આદિ ત્રસ સ્થાવર જીવોની વિરાધના કરી, કરાવી, અનુમોદી; મન, વચન અને કાયાએ કરી; ઊઠતાં, બેસતાં, સૂતાં, હાલતાં-ચાલતાં, શસ્ત્ર, વસ્ત્ર, મકાનાદિક ઉપકરણો ઉઠાવતાં, મૂકતાં, લેતાં, દેતાં, વર્તતાં, વર્તાવતાં, અપડિલેહણા, દુપડિલેહણા સંબંધી, અપ્રમાર્જના, દુ:પ્રમાર્જના સંબંધી, અધિકી-ઓછી, વિપરીત પૂંજના પડિલેહણા સંબંધી અને આહાર વિહારાદિક નાનાં પ્રકારનાં ઘણાં ઘણાં કર્તવ્યોમાં સંખ્યાતા, અસંખ્યાતા અને નિગોદ આશ્રયી અનંતા જીવના જેટલા પ્રાણ લૂંટ્યા, તે સર્વ જીવોનો હું પાપી અપરાધી છું. નિશ્ચય કરી બદલાનો દેણદાર છું. સર્વ જીવ મને માફ કરો. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ સર્વે માફ કરો. દેવસીય, રાઇય, પાક્ષિક, ચૌમાસી અને સાંવત્સરિક સંબંધી વારંવાર મિચ્છા મિ દુક્કડં. વારંવાર ક્ષમાવું છું. તમે સર્વે ક્ષમજો.
ખામેમિ સવ્વ જીવે, સર્વો જીવા ખમંતુ મે; મિત્તી મે સવ્વ ભૂએસ, વે૨ મખ્ખું ન કેણઈ.
૪૫૧
તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું છએ કાયના જીવોના વૈરબદલાથી નિવૃત્તિ પામીશ. સર્વ ચોરાસી લાખ જીવયોનિને અભયદાન દઈશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
બીજું પાપ મૃષાવાદ
ક્રોધવશે, માનવશે, માયાવશે, લોભવશે, હાસ્ય કરી, ભયવશે ઇત્યાદિક કરી મૃષા વચન બોલ્યો, નિંદા-વિકથા કરી, કર્કશ, કઠોર, માર્મિક ભાષા બોલી ઇત્યાદિક અનેક પ્રકારે સૃષા જૂઠું બોલ્યો, બોલાવ્યું, બોલતાં પ્રત્યે અનુમોદ્યું તે સર્વે મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા
—
Page #11
--------------------------------------------------------------------------
________________
૪૫૨
પ્રકારે મૃષાવાદનો ત્યાગ કરીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
ત્રીજું પાપ અદત્તાદાન
જિન સ્તવના
-
-
અણદીધી વસ્તુ ચોરી કરીને લીધી, વિશ્વાસઘાત કરી થાપણ ઓળવી, પરસ્ત્રી, પરધન હરણ કર્યાં તે મોટી ચોરી લૌકિક વિરુદ્ધની તથા અલ્પ ચોરી તે ઘર સંબંધી નાનાં પ્રકારનાં કર્તવ્યોમાં ઉપયોગ સહિતે ને ઉપયોગરહિતે ચોરી કરી, કરાવી, કરતાં પ્રત્યે અનુમોદી; મન-વચન-કાયાએ કરી; તથા ધર્મ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ શ્રી ભગવંત ગુરુદેવોની આજ્ઞા વગર કર્યાં તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે અદત્તાદાનનો ત્યાગ કરીશ. તે મારો પરમ કલ્યાણમય દિન થશે.
ચોથું પાપ અબ્રહ્મ
મૈથુન સેવવામાં મન, વચન અને કાયાના યોગ પ્રવર્તાવ્યા; નવ વાડ સહિત બ્રહ્મચર્ય પાળ્યું નહીં; નવ વાડમાં અશુદ્ધપણે પ્રવૃત્તિ કરી; પોતે સેવ્યું, બીજા પાસે સેવરાવ્યું, સેવનાર પ્રત્યે ભલું જાણ્યું; તે મન, વચન, કાયાએ કરી મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું નવ વાડ સહિત બ્રહ્મચર્ય - શીલરત્ન આરાધીશ, સર્વથા પ્રકારે કામવિકારોથી નિવર્તીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
પાંચમું પરિગ્રહ પાપસ્થાનક
સચિત પરિગ્રહ તે દાસ, દાસી, દ્વિપદ, ચૌપદ આદિ; મણિ, પથ્થર આદિ અનેક પ્રકારે છે અને અચિત પરિગ્રહ સોનું, રૂપું, વસ્ત્ર, આભરણ આદિ અનેક વસ્તુ છે. તેની મમતા, મૂર્છા, પોતાપણું કર્યું; ક્ષેત્ર, ઘર આદિ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ અને ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહને ધાર્યો, ધરાવ્યો, ધરતાં પ્રત્યે અનુમોદ્યો; તથા
―
Page #12
--------------------------------------------------------------------------
________________
આત્મશુદ્ધિથી આત્મશ્રેય સાધીએ
૪પ૩
રાત્રિભોજન, અભક્ષ્ય આહારાદિ સંબંધી પાપ-દોષ સેવ્યાં તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે પરિગ્રહનો ત્યાગ કરી સંસારના પ્રપંચોથી નિવર્તીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. છઠ્ઠ ક્રોધ પાપસ્થાનક –
ક્રોધ કરીને પોતાના આત્માને અને પરના આત્માને તપ્તાયમાન કર્યા, દુઃખિત કર્યા, કષાયી કર્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડ. સાતમું માન પાપસ્થાનક –
માન એટલે અહંભાવ સહિત ત્રણ ગારવ અને આઠ મદ આદિ કર્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. આઠમું માયા પાપસ્થાનક –
સંસાર સંબંધી તથા ધર્મ સંબંધી અનેક કર્તવ્યોમાં કપટ કર્યું, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. નવમું લોભ પાપસ્થાનક –
મૂછભાવ કર્યો, આશા, તૃષ્ણા, વાંચ્છાદિક કર્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડ. દશમું રાગ પાપસ્થાનક –
મનગમતી વસ્તુઓમાં સ્નેહ કીધો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડ. અગિયારમું વૈષ પાપસ્થાનક –
અણગમતી વસ્તુ જોઈ દ્વેષ કર્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડ.
Page #13
--------------------------------------------------------------------------
________________
૪૫૪
જિન સ્તવના
બારમું કલહ પાપસ્થાનક
અપ્રશસ્ત વચન બોલી ક્લેશ ઉપજાવ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
તેરમું અભ્યાખ્યાન પાપસ્થાનક
અછતાં આળ દીધાં, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
ચૌદમું પૈશુન્ય પાપસ્થાનક
પરની ચુગલી, ચાડી કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
પંદરમું પરપરિવાદ પાપસ્થાનક
બીજાના અવગુણ, અવર્ણવાદ બોલ્યો, બોલાવ્યા, અનુમોદ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
=
-
સોળમું રિત-અરિત પાપસ્થાનક
પાંચ ઇન્દ્રિયના ૨૩ વિષયો, ૨૪૦ વિકારો છે તેમાં મનગમતામાં રાગ કર્યો, અણગમતામાં દ્વેષ કર્યો; સંયમ, તપ આદિમાં અરિત કરી, કરાવી, અનુમોદી તથા આરંભાદિ અસંયમ, પ્રમાદમાં રતિભાવ કર્યો, કરાવ્યો, અનુમોદ્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
=
સત્તરમું માયામૃષાવાદ પાપસ્થાનક
કપટ સહિત જૂઠું બોલ્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
અઢારમું મિથ્યાદર્શનશલ્ય પાપસ્થાનક
શ્રી જિનેશ્વર દેવના માર્ગમાં શંકા, કાંક્ષાદિક વિપરીત
Page #14
--------------------------------------------------------------------------
________________
આત્મશુદ્ધિથી આત્મશ્રેય સાધીએ
પ્રરૂપણા કરી, કરાવી, અનુમોદી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
૪૫૫
એવં અઢાર પાપસ્થાનક તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, જાણતાં, અજાણતાં, મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યાં; અર્થે, અનર્થે, ધર્મ અર્થે, કામવશે, મોહવશે, સ્વવશે, પરવશે કર્યાં; દિવસે, રાત્રે, એકલા કે સમૂહમાં, સૂતાં વા જાગતાં, આ ભવમાં, પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા ભવોમાં પરિભ્રમણ કરતાં આજ દિન અદ્યક્ષણ પર્યંત રાગ-દ્વેષ, વિષય-કષાય, આળસ, પ્રમાદાદિક પૌદ્ગલિક પ્રપંચ, પરગુણપર્યાયને પોતાના માનવારૂપ વિકલ્પે કરી ભૂલ કરી; જ્ઞાનની વિરાધના કરી, દર્શનની વિરાધના કરી, ચારિત્રની વિરાધના કરી, દેશચારિત્રની વિરાધના કરી, તપની વિરાધના કરી; શુદ્ધ શ્રદ્ધા, શીલ, સંતોષ, ક્ષમાદિક નિજ સ્વરૂપની વિરાધના કરી; ઉપશમ, વિવેક, સંવર, સામાયિક, પોસહ, પ્રતિક્રમણ, ધ્યાન, મૌનાદિ નિયમ, વ્રત, પચ્ચક્ખાણ, દાન, શીલ, તપાદિની વિરાધના કરી; પરમ કલ્યાણકારી આ બોલોની આરાધના, પાલના આદિક મન, વચન અને કાયાએ કરી નહીં, કરાવી નહીં, અનુમોદી નહીં તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
છએ આવશ્યક સમ્યક્ પ્રકારે વિધિ-ઉપયોગ સહિત આરાધ્યાં નહીં, પાળ્યાં નહીં, સ્પર્ધાં નહીં, વિધિ-ઉપયોગરહિત નિરાદ૨૫ણે કર્યાં, પરંતુ આદર-સત્કાર, ભાવ-ભક્તિ સહિત નહીં કર્યાં; જ્ઞાનના ચૌદ, સકિતના પાંચ, બારવ્રતના સાઠ, કર્માદાનના પંદર, સંલેખનાના પાંચ, એવં નવ્વાણું અતિચારમાં તથા ૧૨૪ અતિચાર મધ્યે તથા સાધુના ૧૨૫ અતિચાર મધ્યે તથા બાવન અનાચરણના શ્રદ્ધાદિકમાં વિરાધનાદિ જે કોઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારાદિ સેવ્યા, સેવરાવ્યા, અનુમોદ્યા; જાણતાં, અજાણતાં, મન, વચન, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
મેં જીવને અજીવ સહ્યા, પ્રરૂપ્યા; અજીવને જીવ સહ્યા,
Page #15
--------------------------------------------------------------------------
________________
૪૫૬
જિન સ્તવના
પ્રરૂપ્યા; ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ સહ્યા, પ્રરૂપ્યા; સાધુને અસાધુ અને અસાધુને સાધુ સદ્દહ્યા, પ્રરૂપ્યા; તથા ઉત્તમ પુરુષ, સાધુ, મુનિરાજ, સાધ્વીજીની સેવા-ભક્તિ યથાવિધિ માનતાદિ નહીં કરી, નહીં કરાવી, નહીં અનુમોદી; તથા અસાધુઓની સેવા-ભક્તિ આદિ માનતા, પક્ષ કર્યો; મુક્તિના માર્ગમાં સંસારનો માર્ગ યાવત્ પચીસ મિથ્યાત્વમાંનાં મિથ્યાત્વ સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યો; મને કરી, વચને કરી, કાયાએ કરી; પચીસ કષાય સંબંધી, પચીસ ક્રિયા સંબંધી, તેત્રીસ આશાતના સંબંધી, ધ્યાનના ઓગણીસ દોષ, વંદનાના બત્રીસ દોષ, સામાયિકના બત્રીસ દોષ અને પોસહના અઢાર દોષ સંબંધી મને, વચન, કાયાએ કરી જે કાંઈ પાપ દોષ લાગ્યા, લગાવ્યા, અનુમોદ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
મહામોહનીય કર્મબંધનાં ત્રીસ સ્થાનકને મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યો; શીલની નવ વાડ, આઠ પ્રવચન માતાની વિરાધનાદિક તથા શ્રાવકના એકવીસ ગુણ અને બાર વતની વિરાધનાદિ મન, વચન અને કાયાએ કરી, કરાવી, અનુમોદી તથા ત્રણ અશુભ લેશ્યાનાં લક્ષણોની અને બોલોની સેવના કરી અને ત્રણ શુભ લેશ્યાનાં લક્ષણોની અને બોલોની વિરાધના કરી; ચર્ચા, વાર્તા, વ્યાખ્યાનમાં શ્રી જિનેશ્વર દેવનો માર્ગ લોપ્યો, ગોપવ્યો, નહીં માન્યો, અછતાની સ્થાપના કરી પ્રવર્તાવ્યો, છતાની સ્થાપના કરી નહીં અને અછતાની નિષેધના કરી નહીં, છતાની સ્થાપના અને અછતાને નિષેધ કરવાનો નિયમ કર્યો નહીં, કલુષતા કરી તથા છ પ્રકારે જ્ઞાનાવરણીય બંધના બોલ તેમજ છ પ્રકારના દર્શનાવરણીય બંધના બોલ યાવત્ આઠ કર્મની અશુભ પ્રકૃતિ બંધનાં પંચાવન કારણે કરી વ્યાસી પ્રકૃતિ પાપોની બાંધી, બંધાવી, અનુમોદી, મને કરી, વચને કરી, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
એક એક બોલથી માંડી કોડાકોડી યાવતુ સંખ્યાત, અસંખ્યાત, અનંતાનંત બોલ પર્યત મેં જાણવા યોગ્ય બોલને
Page #16
--------------------------------------------------------------------------
________________
આત્મશુદ્ધિથી આત્મશ્રેય સાધીએ
૪પ૭
સમ્યક્ પ્રકારે જાણ્યા નહીં, સહ્યા-પ્રરૂપ્યા નહીં તથા વિપરીતપણે શ્રદ્ધાની આદિ કરી, કરાવી, અનુમોદી, મન, વચન, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. એક એક બોલથી માંડી યાવતું અનંતા બોલમાં છાંડવા યોગ્ય બોલને છાંડ્યા નહીં અને તે મન, વચન, કાયાએ કરી સેવ્યા, સેવરાવ્યા, અનુમોદ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
એક એક બોલથી માંડી યાવતુ અનંતાનંત બોલમાં આદરવા યોગ્ય બોલ આદર્યા નહિ, આરાધ્યા, પાળ્યા, સ્પેશ્ય નહીં; વિરાધના ખંડનાદિક કરી, કરાવી, અનુમોદી; મન, વચન, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડ.
હે જિનેશ્વર વીતરાગ! આપની આજ્ઞા આરાધવામાં જે જે પ્રમાદ કર્યો, સમ્યક્ પ્રકારે ઉદ્યમ નહીં કર્યો, નહીં કરાવ્યો, નહીં અનુમોદ્યો; મન, વચન, કાયાએ કરી અથવા અનાજ્ઞા વિશે ઉદ્યમ કર્યો, કરાવ્યો, અનુમોદ્યો; એક અક્ષરના અનંતમા ભાગમાત્ર કોઈ સ્વપ્નમાત્રમાં પણ આપની આજ્ઞાથી ન્યૂન અધિક, વિપરીતપણે પ્રવર્યો તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું આપની આજ્ઞામાં સર્વથા પ્રકારે સમ્યપણે પ્રવર્તીશ.
શ્રદ્ધા અશુદ્ધ પ્રરૂપણા, કરી ફરસના સોય; અનજાને પક્ષપાતમેં, મિચ્છા દુક્કડ મોય. ૧ સૂત્ર અર્થ જાનું નહીં, અલ્પબુદ્ધિ અનજાન; જિનભાષિત સબ શાસ્ત્રકા, અર્થ પાઠ પરમાન. ૨ દેવ ગુરુ ધર્મ સૂત્રકું, નવ તત્ત્વાદિક જોય; અધિકાં ઓછાં જે કહ્યાં, મિચ્છા દુક્કડ મોય. ૩ હું મગસેલીઓ હો રહ્યો, નહીં જ્ઞાન રસભીજ; ગુરુસેવા ન કરી શકું, કિમ મુજ કારજ સીઝ. ૪
Page #17
--------------------------------------------------------------------------
________________
૪૫૮
જિન સ્તવના
જાને દેખે જે સુને, દેવે સેવે મોય; અપરાધી ઉન સબનકો, બદલા દેશું સોય. પ
જૈન ધર્મ શુદ્ધ પાયકે, એહ અચંબા હો રહ્યા,
વરતું વિષય કષાય; જલમેં લાગી લાય. ૬
એક કનક અરુ કામિની, દો મોટી તરવાર; ઊઠ્યો થો જિન ભજનકું, બિચમેં લિયો માર. ૭
સંસાર છાર તજી ફરી, છારનો વેપાર કરું, પહેલાંનો લાગેલો કીચ, ધોઈ કીચ બીચ ફરું; તેમ મહાપાપી હું તો, માનું સુખ વિષયથી, અમીરીના આશયથી.
કરી છે ફકીરી એવી,
ત્યાગ ન ક૨ સંગ્રહ કરું, વિષય વચન જિમ આહાર; તુલસી એ મુજ પતિતકું, વારંવાર ધિક્કાર. ૧ કામી કપટી લાલચી, કઠણ લોકો દામ; તુમ પારસ પરસંગથી, સુવરન થાશું સ્વામ. ૨ જપ તપ સંવર હીન હું, વળી હું સમતા હીન; કરુણાનિધિ કૃપાળ હે! શરણ રાખ, હું દીન. ૩ નહિં વિદ્યા નહિં વચનબળ, નહિં ધીરજ ગુણ જ્ઞાન; તુલસીદાસ ગરીબકી, પત રાખો ભગવાન. ૪ આઠ કર્મ પ્રબળ કરી, ભમીઓ જીવ અનાદિ; આઠ કર્મ છેદન કરી, પાવે મુક્તિ
સમાધિ. પ
સુસા જૈસે અવિવેક હું, આંખ મીચ અંધિયાર; મકડી જાલ બિછાયકે, શું આપ ધિક્કાર. ૬
Page #18
--------------------------------------------------------------------------
________________ આત્મશુદ્ધિથી આત્મશ્રેય સાધીએ 459 સબ ભલી જિમ અગ્નિ હું, તપીઓ વિષય કષાય; અવછંદા અવિનીત મેં, ધર્મ ઠગ દુઃખદાય. 7 કહા ભયો ઘર છાંડકે, તજ્યો ન માયા સંગ; નાગ ત્યજી જીમ કાંચલી, વિષ નહિ તજિયો અંગ. 8 પુત્ર કુપાત્ર જ મેં હુઓ, અવગુણ ભર્યો અનંત; યાહિત વૃદ્ધ વિચારકે, માફ કરો ભગવંત. 9 શાસનપતિ વદ્ધમાનજી, તુમ લગ મેરી દોડ; જૈસે સમુદ્ર જહાજ વિણ, સૂઝત ઔર ન ઠોર. 10 ભવભ્રમણ સંસાર દુઃખ, તાકા વાર ન પાર; નિર્લોભી સદ્ગુરુ બિના, કવણ ઉતારે પાર. 11 શ્રી પંચપરમેષ્ઠી ભગવંત ગુરુદેવ મહારાજ, આપની સમ્યકજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્યારિત્ર, તપ, સંયમ, સંવર, નિર્જરા આદિ મુક્તિમાર્ગ યથાશક્તિએ શુદ્ધ ઉપયોગ સહિત આરાધન, પાલન, સ્પર્શન કરવાની આજ્ઞા છે. વારંવાર શુભ ઉપયોગ સંબંધી સક્ઝાય, ધ્યાનાદિક અભિગ્રહ, નિયમ, પચ્ચખાણાદિ કરવા, કરાવવાની, સમિતિ-ગુપ્તિ આદિ સર્વ પ્રકારે આજ્ઞા છે. નિશે ચિત શુધ મુખ પઢત, તીન યોગ થિર થાય; દુર્લભ દીસે કાયરા, હલુ કર્મી ચિત ભાય. 1 અક્ષર પદ હીણો અધિક, ભૂલચૂક કહી હોય; અરિહા સિદ્ધ નિજ સાખર્સ, મિચ્છા દુક્કડ મોય. 2