Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન ધર્મ પ્રકારાનો આ અંકનો વધારો.
1) શ્રી સિદ્ધાચળ-રૈવતગિરિ મહાભ્યોપરિ
શ્રી ભીમસેન નૃપ તથા કંડ્રરાજાની થા.
મૂળ સંસ્કૃત ઉપરથી ગુજરાતી ભાષાંતર કરાવીને તેમજ શત્રુંજય મહાતીર્વાદ
યાત્રાવિચારમાંથી ઉદ્ભરીને
ગુણવતા સાધ્વીજી કંચનશ્રીજીના સ્મરણાર્થે શા, આણંદજી પુરૂષોત્તમના સ્વર્ગવાસી પુત્રી હેન રામબાની આર્થિક સહાયથી
છપાવી પ્રસિદ્ધ કરનાર શ્રી જૈન ધર્મ પ્રસારક સભા.
ભાવનગ૨.
વીર સંવત ૨૪૫૮
વિ. સંવત ૧૮૮૮ તીર્થભક્તિમાં ઉઘુક્ત શ્રાવકશ્રાવિકાઓને
ભેટ,
ભાવનગર–શ્રી મહોદય પ્રીન્ટીંગ પ્રેસમાં શા. ગુલાબચંદ
લલ્લુભાઈએ છાપ્યું.
) સી.
Page #2
--------------------------------------------------------------------------
________________
> jદ નિવેદન. :: આ બુકમાં એ કથા ઉપરાંત શત્રુંજય મહાતીર્થને લગતી કેટલીક જરૂરની બાબત પાછળના
ભાગમાં આપેલી છેઃ આવી નાની બુકમાં નિવેદનની ખાસ આવશ્યકતા હોય નહીં પરંતુ આ બુક પ્રગટ કરવાના સ યોગને અંગે લખવાની જરૂર જાણી છે. શાંતમૂર્તિ પરમપૂજ્ય શ્રીમાન વૃદ્ધિચંદ્રજી મહારાજના પરિવારના ગુરૂણીજી લાભશ્રીજી જેઓ સ્થવિરાવસ્થામાં વતે છે તેમની શિષ્યા તરીકે સાધ્વીજી કંચન થી ૩૧ વર્ષ સુધી શુદ્ધ ચારિત્રને ખપ કરી ગતવર્ષના વૈશાખવદ ૬ ઠે-શ્રી શત્રુ જય મહાતીર્થની વર્ષગાંઠને દિવસે તે તીર્થની યાત્રા કરીને ઉતરતાં છેલા વિસામા પાસે જ બેસી ગયા ને લગભગ પ્રાણુવિયુક્ત થયા. તેમના સંસારી મોટી બહેન રામબા પણ તેમના વિયોગના આધાતાદિ કારણથી એ વર્ષના પર્યુષણ પર્વનું સારી રીત આરાધન કરી ભાદ્રપદ શુદિ નવમીએ માત્ર ત્રણ દિવસના વ્યાધિમાં દેહમુક્ત થયા. એ બંને બહેનોના
સ્મરણાર્થે શત્રુંજયમહિમા ગભિ ત કાઈ બુક બહાર પાડવાની ગુરૂ ણીજી લાભશ્રીજીની પ્રેરણાથી સજ્ઞતા બહેન રામબાના દ્રવ્યથી આ બુક તૈયાર કરાવી છપાવીને બહાર પાડી છે. આ બુક શ્રી જૈન ધર્મ પ્રકાશના તમામ ગ્રાહકોને ભેટ આપવા ઉપરાંત બીજી નકલો પણ ભેટ આપવાનેજ નિરધાર કર્યો છે. પોતાના સંબંધીઓના સ્મરણાર્થે આવા પ્રકાર અનુકરણીય છે. એટલું જણાવી આ નિવેદન સમાપ્ત કરવામાં આવે છે. ફાલ્ગન શુદિ ૫ | શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. સં. ૧૯૮૯ ઈ.
ભાવનગર.
Page #3
--------------------------------------------------------------------------
________________
॥ શ્રી મીમમેનનૃપયા ૫
( માષાન્તર. )
સત્યસ્વરૂપ ચૈતન્યમય જે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સાભાગ્યની શ્રેણીને વિસ્તારે છે, નિર્મળ જ્ઞાનને આપે છે, અકસ્માત્ આવી પડેલા વિઘ્નના સમૂહને દળી નાખે છે, આપદાને નિવારે છે તથા પ્રમાદથી ઉત્પન્ન થયેલા દુષ્ટ દાષાને દૂર કરે છે, તે શ્રી ચિ ંતામણિ પાર્શ્વનાથસ્વામીને હું હંમેશાં નમું છું.
નિરંતર દિવ્ય કાંતિવડે દેદીપ્યમાન, અનુપમ અળવાળા, સુર અને અસુરાએ નમસ્કાર કરાયેલા શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી વર્ધમાન જિનેશ્વરને નમસ્કાર કર્યું ને હું મુનિને ધર્મકાર્યમાં અંતરાય કરવા ઉપર શ્રી ભીમસેન રાજાનું આત્માની ઉન્નતિને કરનારૂં વિચિત્ર ચરિત્ર ભવ્ય પ્રાણીઓની તુષ્ટિ માટે સક્ષેપથી કહીશ ( કહું છું ).
આ જંબુદ્રીપ નામના દ્વીપમાં ભરત નામનું ઉત્તમ ક્ષેત્ર છે. તેમાં સર્વદા શુભકારક શ્રાવસ્તિ નામની નગરી છે. તેમાં મહા બળવાન વસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. તે રાજા સજ્જનોનું પાલન કરનાર અને શત્રુઓના માનનુ મન ( નાશ ) કરનાર હતો. તેને શુભ ગુણાએ કરીને ઉત્તમ સુભદ્રા નામની રાણી હતી. તે પૃથ્વીરૂપી
Page #4
--------------------------------------------------------------------------
________________
( ૨ )
સ્ત્રીના આભૂષણરૂપ હતી અને તેનુ મુખ કમળની જેવું વિકસ્વર હતુ. તે દંપતીને વિષયસુખ ભાગવતાં ભીમસેન નામનો મેટા પુત્ર થયા, પરંતુ તે ગુણવડે નાનો હતા; કેમકે તે અન્યાયના એક ઘરરૂપ હતો, દુરાચારને સેવનાર હતા, પૂજ્ય જનોને પીડા ઉત્પન્ન કરવામાં નિપુણ હતો અને પ્રજાઓનું મન કરવામાં તત્પર હતો. તેનો નાનો ભાઈ જિનવલ્લભ નામે હતો. તે સદ્ગુણાવડે યુક્ત, જગતના લેાકના મનનું હરણ કરનાર અને રાજનીતિમાં વિચક્ષણ હતો.
હવે તે રાજા મેાટા પુત્ર ભીમસેનને અધમ ગુણવાળા માનતા હતો, તો પણ તે દુષ્ટ બુદ્ધિવાળાને તેણે યુવરાજપદ આપ્યું. મદોન્મત્ત બુદ્ધિવાળા તે રાજ્યલક્ષ્મીને પામીને સર્વદા પરસ્ત્રી અને પરધનમાં આસક્ત થઈ સમગ્ર પ્રજાને પીડવા લાગ્યા. કહ્યું છે કે~~
“ યૌવન ધનસંપત્તિ, પ્રભુત્વમવિવેતિા । મળનથાય, મુિ યત્ર તુષ્ટયમ્ ? ” શા
118
''
ચાલન, ધનની પ્રાપ્તિ, સ્વામીપણું અને અવિવેકીપણું આ ચારમાંથી એક એક પણ અનર્થ કરનાર છે તો પછી જે પુરૂષમાં તે ચારે હાય તેનુ તો શું કહેવું? તે તો ઘણા જ અનર્થ કરનાર થાય છે. ”
હવે ભીમસેન કુમારે સર્વ પ્રજાને અત્યંત પીડા કરેલી હાવાથી તેઓએ અતિ દુ:ખને લીધે એક વખત વજ્રા – સેન રાજાની સભામાં જઇને પાકાર કયા કે “ હે રાજન ! ભીમસેનકુમાર નિર'તર અમેાને એટલી બધી પીડા કરે છે કે જે આપની પાસે નિવેદન કરવાને અમે શક્તિમાન નથી. હું બુદ્ધિમાન પૃથ્વીપતિ! નિગ્રહ ( દંડ ) અને અનુગ્રહ (કૃપા ) કરવામાં સમર્થ એવા આપ જ દુઃખસાગરમાં ડૂબતા
Page #5
--------------------------------------------------------------------------
________________
૩)
અમારા ઉદ્ધાર કરનાર છે, તેથી હું રાજેંદ્ર ! શ્રેષ્ઠ બુદ્ધિવાળા આપ યાગ્ય-અયેાગ્યના વિચાર કરી, અમારા દુ:ખને નાશ કરા; કેમકે આ વિશ્વને વિષે રાજા જ શરણભૂત છે. ’ આ પ્રમાણે પ્રજાનો મેાટે આક્ર ંદ સાંભળી રાજાએ તેમને શાંતિના વચનોવડે શાંત કરી તે સર્વને રજા આપી. ત્યારપછી રાજાએ ભીમસેનકુમારને પેાતાની પાસે લાવી નીતિના વચનોવડે તેને શિખામણ આપી કે “ હે વત્સ ! લેાકેાની આરાધના કરીને (તેમને રાજી રાખીને ) જગતમાં દુર્લભ એવી મોટી કીર્તિને મેળવ, પરસ્ત્રી અને પરધનના હરણનો સર્વદા ત્યાગ કર, પૂજ્ય વડીલેાનો અને જિનેશ્વરની ઉત્તમ ભક્તિ કર, મંત્રીઓએ કહેલા વચનો માન્ય કર, ન્યાયનો સ્વીકાર કર અને અનીતિનો ત્યાગ કર; કેમકે આ સર્વે રાજાના ધર્મ છે. વળી હે મુદ્ધિના નિધાન કુમાર ! આ પૃથ્વીપીઠ ઉપર સારા વચનરૂપી અમૃતરસને છાંટવાવડે મોટી પ્રતિષ્ઠા મેળવીને તારે સદા ધર્મમાર્ગમાં ચાલવું, સાતે વ્યસનોનો ત્યાગ કરવા અને નિર્મળ બુદ્ધિ ધારણ કરવી; કારણ કે આ રીતે કરવાથી પ્રાણીઓને અનુક્રમે ધન, કીર્તિ અને દિવ્ય વૈભવ પ્રગટ ( પ્રાપ્ત ) થાય છે. ” આ પ્રમાણે ( ) રાજા તે કુમારને હંમેશાં ઉપદેશ આપતા હતા, તેા પણ જેમ સર્પ અમૃતપાન કર્યો છતાં પણ વિષનો ત્યાગ કરતો નથી તેમ તે કુમારે પેાતાની દુષ્ટતા છેડી નહીં. રાજાએ તે ભીમકુમારને ઘણે પ્રકારે શિખામણ આપી તો પણ તે તેને વિનયવાન કરી શમ્યા નહીં, તેથી છેવટ રાજાએ કામળ શરીરવાળા પણ તેને ખંદીખાનામાં નાખ્યા.
તે દુષ્ટ આશયવાળા ભીમ કેટલેાક કાળ કેદખાનામાં રહીને અહાર નીકળ્યા પછી પાતાના મિત્રોની સહાયી દુરાચારને સેવવા લાગ્યા. મનમાં અતિ ક્રોધ પામેલા અને ક્રૂર જનોમાં મુગઢ
Page #6
--------------------------------------------------------------------------
________________
સમાન એવા તેં ભીમે દુષ્ટ મિત્રોની સાથે મળીને પિતા માતપિતાને મારી નાખ્યા પછી પોતે રાજ્યને: ગ્રહણ કરી, કુમિત્રોથી પરવરી, મદ્યાદિક વ્યસનોમાં આસક્ત થઈ પ્રજાજનોને અત્યંત પડવા લાગ્યા. આ પ્રકારે વ્યસનોમાં આસક્ત થયેલા તે દુષ્ટ રાજાને જાણે સર્વે પરજનો અને પ્રધાન અત્યંત દુ:ખી થયા, તેથી “માતપિતાનો ઘાત કરનાર આ દુષ્ટ રાજાવડે. સર્યું. આ દુષ્ટ રાજાને આશ્રય કરવા કરતાં તો રાજ્ય શૂન્ય રહે તે જ સારું છે.” એમ વિચાર કરી પ્રધાન વિગેરે સર્વેએ તે અન્યાયી દુષ્ટ રાજાને તરતજ દેશમાંથી કાઢી મૂક્યું.
ત્યારપછી તે પ્રધાનાદિકે શાસ્ત્રરૂપી એક નેત્રવાળા, નીતિશાસ્ત્રમાં કુશળ અને વિનયવાળા જિનવલલભને રાજ્યસન ઉપર અભિષેક કર્યો. નવા ઉદય પામેલા તે નરેંદ્રને જાણીને સર્વ ઉપદ્રવોનો નાશ થવાથી સમગ્ર રાજમંડળનું મન પ્રસન્ન થયું. - હવે ભીમકુમાર દેશાંતરમાં ગયા છતાં પણ ચેરી વિગેરે કરવાવડે વારંવાર લેકેને ત્રાસ પમાડવા લાગ્યું. અસત્ય વચનને બોલનાર તે ભીમ અધર્મનાં કાર્યો કરવાથી લેકમાં તિરસ્કાર પામ્યો, કેમકે દુવ્ય સન સુખ આપનાર કેમ થાય? ભાતાના લોભથી તે મુસાફરોને માર મારતો હતો અને વેશ્યાઓને અતિ પ્રસંગ કરવાથી દેહે તે દુઃખી થયો હતો. આ પ્રમાણે ભયંકર કાર્ય કરનાર તે અન્યાયી ભીમને પકડીને લેકે મુષ્ટિ વિગેરેવડે અત્યંત મારતા હતા, તેથી દુઃખી થયેલ તે દુર્મતિ
ત્યાંથી નીકળી એક ગામથી બીજે ગામ ભમતો ભમતો મગધ દેશમાં પૃથ્વીપુર નામના નગરમાં ગયો.
ત્યાં એક માળીને ઘેર ચાકરપણે રહ્યો. ત્યાં પણ ફળ, પુષ્પ વિગેરે વિવિધ વસ્તુઓને ચેરવા લાગે, તેથી આ ચાર છે એમ જાણીને તે માળીએ અનર્થ આપનારા તે ભીમસેનને પિતાના ઘરમાંથી તત્કાળ કાઢી મૂક્યું. ત્યારપછી તે કઈક
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રેણીની પાસે પ્રાર્થના કરી તેને ઘેર રહ્યો અને તેના દુકાન રહીને નિરંતર સર્વ કામ કરવા લાગ્યા. ત્યાં પણ તે અધમ પુરૂષે દુષ્ટ વ્યસનને ત્યાગ કર્યો નહીં, તેથી શ્રેણીની દુકાનમાંથી દ્રવ્ય ચારીને પોતે ગુપ્તપણે એકઠું કરવા લાગે. કેઈના જાણવામાં ન આવે તેમ તે ભિલ્લની જેમ ચારી કરી પાપના સમૂહમાં પ્રીતિવાળે થયે. “મનુષ્ય પોતાને સ્વભાવ તજી શકતા નથી.” કેટલેક કાળે શ્રેષ્ઠીએ તેને ચારીને વૃત્તાંત જા, ત્યારે તેને પોતાની દુકાનમાંથી કાઢી મૂક્યું. “ધૂર્ત અને દુષ્ટ માણસનો કણ વિશ્વાસ કરી શકે?” પછી ગભરાયેલો તે ત્યાંથી નાશીને આજીવિકા માટે ભટકવા લાગ્યું. તેવામાં મહેશ્વરદત્ત નામના શ્રેષ્ઠીએ તેને ચાકર તરીકે રાખે. એક દિવસ લેભથી ખેંચાયેલ હોવાથી ઉતાવળે દ્રવ્ય મેળવવાની ઈચ્છાવાળે તે ભીમસેન તે શ્રેષ્ઠીની સાથે વહાણમાં ચડીને સમુદ્રમાર્ગે ચાલ્યું. વેગથી ચાલતું તે વહાણ કેટલાક માર્ગ ઉલ્લંઘન કરી કેઈક ઠેકાણે રાત્રિને સમયે પ્રવાલના અંકુરાના અગ્રભાગ અથડાવાથી ખલના પામ્યું (અટકયું). તેને ચલાવવા માટે ખલાસીઓએ વારંવાર ઘણે યત્ન કર્યો તો પણ તે વહાણ પ્રવાલના વેલાઓથી વીંટાઈને તેમનું તેમજ રહ્યું (સ્થિર રહ્યું). આ રીતે તે જ ઠેકાણે કેટલેક કાળ ગયે ત્યારે તે શ્રેષ્ઠીનું જળ તથા અન્ન ખૂટી ગયું, તેથી પીડા પામેલે તે પ્રાણેને ત્યાગ કરવા તૈયાર થયો.
તે વખતે પ્રથમ અરિહંતાદિક ચાર શરણને ઉશ્ચરી, અઢાર પાપસ્થાનેને ત્યાગ કરી, અનુકમે સર્વ જીવોને ત્રિવિધે ત્રિવિધ ખમાવી, મિથ્યાદુકૃત આપી, નવકાર મહામંત્રનું
સ્મરણ કરતો તે શ્રેષ્ઠી જેટલામાં જળમાં ઝંપાપાત કરે છે તેટલામાં કેસુડાના પુષ્પ જેવી ચાંચવાળા, તમાલપત્રની જેવા વર્ણવાળો કેઈક પર શીપણે ત્યાં આવી મનુબ્રુવાણુવડે
Page #8
--------------------------------------------------------------------------
________________
છે કે-“હે જ્ઞાનવાન શ્રેણી ! આવું બાળમરણ તમે ન કરે, અને સાવધાન થઈને સર્વને જીવવાને ઉપાય હું કહું છું તે સાંભળો. હે ઉત્તમ પુરૂષ ! હું સ્નિગ્ધ કાંતિવાળો માત્ર પક્ષી જ છું એમ તમે જાણશે નહિં. હું આ પર્વતને અધિષ્ઠાયક દેવ છું. મરવાને તૈયાર થયેલા તમને નિષેધ કરવા અને જીવવાને ઉપાય કહેવા માટે જ હું અહી આવ્યા છું, તેથી મારું વચન સાંભળો. તમારા સર્વની મધ્યે જે કઈ દયાળુ અને સાહસિક હાય, તે મરણની સન્મુખ થઈનેમરણને અંગીકાર કરીને આ સમુદ્રની મધ્યે રહેલા પર્વત ઉપર જઈ ત્યાં રહેલા ભારંડ પક્ષીઓને ઉડાડે તે તેની પાંખના વાયુથી આ તમારું વહાણ ચાલશે. આ પ્રમાણે કરવાથી તમે બધા જીવશે તેમાં કાંઈ પણ સંશય નથી, કારણ કે ઉપાયથી જે કાર્ય સિદ્ધ થાય તે પરાક્રમથી સિદ્ધ થતું નથી.” આ પ્રમાણે પોપટનું કહેલું હિતવચન સાંભળીને શ્રેષ્ઠીએ વહાણમાં રહેલા સર્વ જનેને તે પર્વત પર જવા માટે આદરપૂર્વક પૂછયું, પરંતુ મૃત્યુના ભયને લીધે કેઈએ તેનું વચન માન્યું નહીં. ત્યારે તે બુદ્ધિમાન શ્રેષ્ઠીએ જે જાય તેને પુષ્કળ ધન આપવાનું કબૂલ કર્યું. તે સાંભળી ધનના લોભથી ખેંચાયેલા ભીમસેને હિંમત ધારણ કરીને તેનું વચન અંગીકાર કર્યું અને તે સમુદ્ર મધ્યે રહેલા પર્વતપર ગયો. ત્યાં તેણે મોટેથી હકારાવ કર્યો તેથી ભારંડ પક્ષીઓ ઉડયા. તેમની પાંખના વાયુથી તત્કાળ વહાણ તે અંકુરામાંથી બહાર નીકળી ચાલતું થયું.
પર્વત પર રહેલ ભીમસેન મનમાં આકુળવ્યાકુળ થયે અને માર્ગમાં ભૂલા પડેલા માણસની જેમ તે જીવવાના ઉપાય ચિંતવતો આમતેમ ભમવા લાગ્યો, પરંતુ કાંઈ પણ ઉપાય નહીં પામવાથી તે મનમાં વિલખા થયા અને દુઃખી થયેલ
Page #9
--------------------------------------------------------------------------
________________
તે તે જ પિપટને શોધવા માટે આમતેમ દોડવા લાગ્યું. તેવામાં દેવગે તે જ પોપટ ભીમના દષ્ટિમાર્ગમાં આવ્યો અને તેણે પણ તત્કાળ તેને હિતકારક વચન કહ્યું કે-“હે ભીમસેન ! જે તું તારી ક્ષેમકુશળતાને ઈચ્છતા હો તે સમુદ્રમાં પડ, એટલે તને તત્કાળ માટે મત્સ્ય ગળી જશે. પછી તે અસ્ય શીધ્રપણે સમુદ્રને કાંઠે જશે, માટે જે તારી મતિ સાવધાન હોય તો આ હું આપું છું તે મોટી ઓષધીને . તું ગ્રહણ કર. આ ઓષધી તેના પેટમાં નાંખવાથી તે મત્સ્ય પિતાનું મુખ પહોળું કરશે, એટલે તારે તેના કંઠમાગે નીકળીને સમુદ્રને કિનારે જવું. આ મારું વચન કરવાથી જ તારું જીવન રહેશે અન્યથા ત્રણ જગતને વિષે તારે જીવવાને ઉપાય દુર્લભ છે.” આ પ્રમાણે પોપટનું કહેલું વચન સત્ય માનીને સાહસિક એ તે ભીમ તે પ્રમાણે ઉપાય કરીને સિંહલદ્વીપ પહો .
ત્યાં સ્વસ્થ થઈને ભમતા અને ચોતરફ જોતાં તેણે એક સરેવર જોયું, અને વિશ્રાંતિ લેવા માટે તે ત્યાં ગયે. તેના નિર્મળ જળનું પાન કરી એક ક્ષણવાર તેની પાળ પર રહેલા વૃક્ષની શીતળ છાયામાં વિસામે લઈને પછી તે એક દિશા તરફ ચાલ્યો. તે કેટલેક માર્ગ ઓળંગીને આગળ ગયો તેવામાં તેને માર્ગમાં કઈ એક જટાવાળો ત્રિદંડી નેત્રનો અતિથિ થયે [તેના જેવામાં આવ્યા ]. તેણે તેને ઘેર્યયુક્ત વાણુવડે પ્રણામ કર્યા, ત્યારે તે ત્રિદંડીએ હર્ષથી આશીવાદ આપી વિનયવાળા એવા તેને આવવાનું કારણ પૂછયું કે-“હે. ભદ્ર! તું કેણ છે? આ ગહન વનમાં કેમ ભમે છે? તું કાંઈક દુ:ખી જણાય છે તે તારૂં દુ:ખ મને કહે.” આ પ્રમાણે તે તાપસની વાણી સાંભળીને હર્ષિત થયેલ ભીમસેન બોલ્યો કે-“હે શ્રેષ્ઠ તાપસ ! સારું ભાગ્ય સર્વથા પ્રકારે મદુ છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
હે તપસ્વિમાં શિમણિ ! આ જગતમાં જે મનુષ્ય અત્યંત દુઃખથી પીડા પામે છે અને સૌભાગ્ય તથા ભાગ્યથી રહિત છે, તે બધાએમાં હું પહેલે હું એમ તમે મને જાણજે. જે જે કાર્યને માટે હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં તે તે કાર્ય સિદ્ધ થતું નથી. હું તૃષાથી પીડા પાપે હાઉં તો સમુદ્ર પણ મને પાણી આપતું નથી. જ્યારે અતિ નિભાંગી હું જાઉં છું ત્યારે વૃક્ષનાં ફળે, નદીઓનાં પાણી અને રેહણાચળ પર્વતનાં રને અદ્રશ્ય થઈ જાય છે. મારે ભાઈ નથી, પિતા નથી, સ્ત્રી નથી અને કોઈ પણ પરિવાર નથી, તે પણ હું મારૂં એક ઉદર ભરવાને પણ શકિતમાન નથી. શું કહું?” આ પ્રમાણે તેનું દીન વચન સાંભળીને તે માયાવી અધમ તાપસ પ્રેમથી અમૃતની જેવું વચન બોલ્યો કે-“હે ભદ્ર ! તું ખેદ ન કર. તારા પરાજયને તું ભૂલી જા. મને જેવાથી તારૂં સર્વ દુઃખ નાશ જ પામ્યું છે એમ હું જાણું. હું નિરંતર બીજાના ઉપકારના માટે જ ફરું છું. આ જગતમાં મારે કાંઈ પણ સ્વાર્થ નથી. શામાટે તું ગભરાય છે? કારણ કે આ વિશ્વમાં મેઘ વૃષ્ટિ કરે છે, સૂર્ય હમેશાં આકાશને પ્રોત કરે છે, ચંદ્ર શીતળતાને આપે છે, વૃક્ષો ફળ આપે છે, ચંદન વૃક્ષે ઉગે છે, સર્વ નદીઓ પાણીને વહે છે અને વાયુ વાય છે, એ જેમ પરોપકાર માટે જ કરે છે તે જ પ્રમાણે તુષ્ટિ કરનારા પુરૂષો પણ બીજાના ઉપકારને માટે જ ફરે છે. આ સર્વ સત્પરૂષનું જ લક્ષણ છે. તું મારી સાથે ચાલ. સિંહલદ્વીપની ખાણમાં ઉત્પન્ન થયેલાં ઘણાં રને તને આપીશ.”
આ પ્રમાણે ત્રિદંડીનું વચન સાંભળીને તે તેની સાથે ચાલ્યો, કેમકે ઋષિ-મુનિનો વેષ પ્રાણીઓને તત્કાળ વિશ્વાસ ઉત્પન્ન કરે છે. એ મુદ્રાના ખર્ચ વડે ઉત્તમ ભાતું લઈને તે બને હર્ષથી કેટલેક દિવસે રત્નની ખાણે પહોંચ્યા. ત્યાં કૃષ્ણપક્ષની
Page #11
--------------------------------------------------------------------------
________________
( ૯ ) ચતુર્દશીને દિવસે પટના ઘરરૂપ તે તાપસે તે ખાણમાં ભીમને ઉતારીને પોતે રત્ન ગ્રહણ કર્યા. પછી તે દુષ્ટ કપટથી તેનું દેરડું કાપી ભીમસેનને તે ખાણના અધિષ્ઠાયક દેવના બલિને માટે નાખી દીધું. આ પ્રમાણે દેવતાના બલિદાન માટે ભીમને ત્યાં મૂકીને તે તાપસ મનમાં ખુશી થતો બીજે રસ્તે ચાલ્યો ગયો. અહીં ખાણમાં રહેલો ભીમ મનમાં ખેદ પામીને આમતેમ ફરવા લાગ્યા. તેવામાં તેણે અત્યંત પીડા પામતા એક કૃશ થયેલા પુરૂષને છે. તે પણ ભીમસેનને જોઈ દયા ઉત્પન્ન થવાથી બેલ્યા કે-“હે વત્સ! આ મૃત્યુના મુખમાં તું કેમ આવ્યો છે? હે પ્રિય! મારી જ જેમ તે જ દુષ્ટ તાપસે રત્ન આપવાને લેભ બતાવીને શું તને છેતર્યો છે?” ત્યારે ભીમસેને હા-કહીને તે પુરૂષને પૂછ્યું કે “અહીંથી બહાર નીકળવાનો જે કાંઈ પણ ઉપાય હોય તો મને કહો.” ત્યારે તે પુરૂષ બલ્ય કે-“હે વત્સ ! મારું વચન સાંભળ. આવતી કાલે સ્વર્ગમાંથી કેટલીક દેવીઓ અહીં પોતે અધિષ્ઠિત કરેલા રત્નોને ઉત્સવ કરવા માટે આવશે. મનહર દિવ્ય વેષથી ભૂષિત થયેલી તેઓ હર્ષપૂર્વક આ ખાણના
અધિષ્ઠાયક રત્નચંદ્ર નામના દેવની ગીત, નૃત્ય વિગેરે વિવિધ પ્રકારના ઊપચારથી પૂજા કરશે. તે વખતે સેવક સહિત તે રત્નચંદ્ર દેવનું મન સંગીતમાં લીન થશે. તે અવસરે લાગ જોઈને તારે જલદીથી બહાર નીકળી જવું. તે સમયે દિવ્ય શક્તિને ધારણ કરનારા બીજા દેવો પણ ક્ષોભ રહિતપણે જતા તને કાંઈ પણ કરી શકશે નહીં. આ પ્રમાણે તારે જીવવાને ઉપાય છે; બીજું કોઈ નથી.”
આ પ્રમાણે ભીમને આશ્વાસન આપી તેણે તે દિવસ વાતાલાપવડે નિર્ગમન ક્યો. બીજે દિવસે પ્રાર્ત:કાળે વિમાનમાં રહેલી કેટલીક દેવીએ મહોત્સવપૂર્વક ત્યાં આવી, જ્યારે
Page #12
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) પિતાના સેવકે સહિત તેને અધિષ્ઠાયક દેવ સંગીતમાં મગ્ન થયે ત્યારે ભીમ ત્યાંથી બહાર નીકળીને નાશી ગયે. ત્યાંથી ધીમે ધીમે માર્ગમાં જતે તે ભીમ કેટલેક દિવસે સિંહલદ્વીપમાં જ રહેલા ક્ષિાતમંડન નામના પુરમાં આવ્યા. તે પુરમાં સર્વ શ્રેષ્ઠીઓમાં મુખ્ય લક્ષ્મીપતિ નામને શ્રેષ્ઠી હતો. તેને ઘેર તે ભીમ વિવિધ પ્રકારના કરીયાણાની વખાર ઉપર કામ કરવા રહ્યો. ભયંકર આકૃતિવાળા અને બીજાને ઠગવામાં પ્રવીણ એવા તે ભીમસેને તે જ વેપારીની દુકાનમાંથી ઘણી વસ્તુઓ ચેરી કેમકે “ જે જેને સ્વભાવ હોય છે તેવું જ તેનું વર્તન હોય છે. સેંકડે ઉપાય કર્યા છતાં પણ કુતરાનું પૂછડું વાંકું જ રહે છે.” હવે એકદા નગરમાં ચોતરફ તપાસ કરવા માટે ફરતા કેટવાળાએ “આ ચેર છે એમ જાણી તેને ભિલ્લની જેમ બાંધ્યો. પછી રાજાના હુકમથી રાજદૂત કેતુક સહિત તે અપરાધીને આખા નગરમાં ફેરવીને વધ કરવાને સ્થાને લઈ ગયા. તેવામાં પેલા ઈશ્વરદત્ત શ્રેષ્ઠીએ તેને જેઈ પિતાને ઉપકારી છે એમ ઓળખી તત્કાળ રાજા પાસે પ્રાર્થના કરી તે ભીમસેનને છોડાવ્યા. ત્યાંથી ભય પામેલ તે ભીમ સાહસકર્મમાં નિપુણ હોવાથી વહાણ ઉપર ચડી કેટલેક દિવસે પૃથ્વીપુર નામના નગરમાં ગયા. વહાણમાંથી ઉતરીને તે ભીમે ત્યાં રહેલા એક પરદેશી પુરૂષને પિતાને વૃત્તાંત જણાવ્યું. તેને વૃત્તાંત સાંભળીને તે પથિકે તેને કહ્યું કે-“તું શોક ન કર, તું મારી સાથે સુખેથી ચાલ.” પછી તે બને ત્યાંથી શીધ્રપણે રેહણાચળ પર્વત તરફ ચાલ્યા.
માર્ગમાં તાપસને એક મનોહર આશ્રમ આવ્યું. તેમાં અલ્પ આહાર કરનાર એક જટિલ નામનો વૃદ્ધ તાપસ હતો. તેને હર્ષથી પ્રણામ કરી તે બને ત્યાં રહ્યા. તેવામાં તેના જંગલ નામના એક શિષ્ય આકાશમાંથી ઉતરી વિનયવડે
Page #13
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
66
નમ્ર થઈ ગુરૂના ચરણકમળમાં પ્રણામ કર્યાં. કપટના એક નિધાનરૂપ તે જટિલે શિષ્યને પૂછ્યું કે હે વત્સ ! તુ હમણાં કયાંથી આવે છે? તે કહે. ” જાગલ ખેલ્યા કે હૈ સ્વામી ! હું સારાષ્ટ્ર દેશમાં ગયા હતા. ત્યાં શત્રુંજય તીર્થ અને ઉજ્જયંત ( ગિરનાર ) ગિરિ ઉપર શ્રી જિનેશ્વરની દિવ્ય કાંતિવાળી પ્રતિમાઓને ચ દનાદિકવડે પૂજીને હું અહીં આપના દર્શન કરવા આવ્યેા છું. મારી જેવા કાઈ સામાન્ય પુરૂષ એ બન્ને તીર્થના પ્રભાવ કહેવા સમર્થ નથી. આપની પાસે હું શું કહું ? તે અન્ને તીર્થના પરિપૂર્ણ મહિમા જાણવાને કાઈ પણ મનુષ્ય સમર્થ નથી. માત્ર ત્રણ લેાકની સ્થિતિને જાણનાર એક કેવળી જ તે જાણી શકે છે. તે તીર્થની સેવા કરવાથી પ્રાણીઓને આ ભવ અને પરભવ સંબંધી સુખ પ્રાપ્ત થાય છે, તેમાં પ્રથમ હું ઉજયંત ગિરિનો પ્રભાવ કાંઇક કહું છું કે જેના આરાધનમાત્રે કરીને જ પ્રાણી અશાશ્ર્ચંદ્રની જેમ નિર્મળ કીર્તિ, કાંતિ અને કળાને તથા પરભવે સ્વર્ગની સ’પદ્માને પણ પામે છે. તે આ પ્રમાણે—
ચંપા નગરીને વિષે અશાચ નામે એક નિન ક્ષત્રિય હતા. તે પરોપકાર કરવામાં તત્પર અને ઘરનું કાર્ય કરવામાં વિરક્ત હતા. એકદા ખેદ પામેલા તે ચાતરફ ફરતા હતા, તેવામાં તેણે દયાળુ એવા જૈન મુનિને જોયા. તેમને વિનયથી નમસ્કાર કરી તેણે પૂછ્યું કે હું મુનીશ્વરા !
ઘણા દુર્ભાગ્યથી પીડા પામેલા છું, તેથી તેના નિવારણના જો કાંઇ ઉપાય આપ જાણતા હા તા કૃપા કરીને મને જલદી કહેા. ” ત્યારે તે તપસ્વીએ બાલ્યા કે હે વત્સ ! સાંભળ. આ પ્રમાદી જીવ કર્મના બળથી નિર્મળ થઇને આ સંસારસાગરમાં ભમે છે. તે કર્મને અન્યથા કરવા કોઈ પણ મનુષ્ણુ સમર્થ નથી, તે કર્મસંકલ્પવિકલ્પથી આત્માને અત્યંત
Page #14
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) પડે છે. કમી વિપાકને ભગવ્યા વિના કે શુદ્ધ ભાવથી રેવતગિરિને સેવ્યા વિના જીવ કર્મરૂપી પાશથી મૂકાત નથી.” આ પ્રમાણે મુનિઓનું વચન સાંભળીને શુદ્ધ ભક્તિ સહિત મનની અભિલાષાએ કરીને તે અશોકચંદ્ર રેવતકગિરિ ઉપર ગયા. ત્યાં મનની વૃત્તિને સ્થિર કરી તેણે તપ કરવા માંડ્યો. કેટલેક દિવસે તે ગિરિની અધિષ્ઠાયિકા અંબિકા દેવી તુષ્ટ મનવાળી થઈને તેની પાસે આવી અને સ્પર્શમાત્ર કરવાથી જ લેતું સુવર્ણ થઈ જાય એવો એક મણિ તેને આપે. તે મણિ લઈને તે ઉત્સુકતાથી પોતાના નગરમાં આવ્યું. પછી દ્રવ્યની સહાયથી તે ઘણું માણસે રાખી, રાજ્ય મેળવી પુણ્યના
ગથી વિવિધ પ્રકારના ભેગ ભોગવવા લાગ્યું કેમકે ઉપાજેન કરેલો પુણ્યનો સમૂહ શું શું સુખ ઉત્પન્ન ન કરે ? હવે એકદા તે બુદ્ધિમાન અશોકચંદ્ર ચિત્તમાં વિચાર કરવા લાગ્યું કે “ હું આ રાજ્યલક્ષમીને પામીને પ્રમાદી થયે છું તેથી મને ધિક્કાર છે, કારણ કે જેના પ્રભાવથી મને રાજ્યાદિક સંપદા પ્રાપ્ત થઈ છે, તે દેવીનું મેં કઈ વખત સ્મરણ પણ કર્યું નહીં અને પાપબુદ્ધિવાળા મેં તેને નમસ્કાર પણ કર્યો નથી.” આ પ્રમાણે વિચારી શુદ્ધ આત્માવાળો તે રાજા સર્વ સામગ્રી એકઠી કરી ઘણા માણસો સહિત તીર્થયાત્રા કરવા ચાલ્યા. માર્ગમાં દાન દેતો તે રાજા સંઘ અને સ્વજન સહિત કેટલેક દિવસે શત્રુંજય ગિરિ ઉપર આવ્યું. ત્યાં શ્રી આદિનાથની યથાવિધિ પૂજા કરીને પછી તે લક્ષ્મીવડે સુશોભિત અને શુભકારક એવા રૈવતકગિરિ ઉપર આવ્યો. ત્યાં ગજેન્દ્રપદ વિગેરે કુંડેના પવિત્ર જળમાં સ્નાન કરી તેણે વિધિપૂર્વક શ્રી નેમિનાથની પૂજા કરી. ત્યારપછી ભકિતના ભારથી નમ્ર થયેલા તે રાજાએ જગતની માતારૂપ અંબિકા દેવીની વિવિધ પ્રકારનાં પુષ્પ અને પાદિકવડે પૂજા કરી,
Page #15
--------------------------------------------------------------------------
________________
માટે કે ગ્રહણ કરતા વાસનપર
( ૧૩ ) પછી બુદ્ધિમાન તે રાજા ચિત્તમાં વૈરાગ્ય પામી વિચારવા લાગ્યો કે-“મેં ત્રણ સે વર્ષ સુધી મનહર રાજ્ય ભગવ્યું છે, તે સર્વ શ્રી નેમિનાથ ભગવાનનો અને અંબિકા દેવીનો પ્રભાવ છે, કેમકે દેવની અનુકૂળતા વિના સુખ કયાંથી હોય? માટે હવે મારો પુત્ર રાજ્યાસન ઉપર આરૂઢ થાઓ અને હું જૈન દીક્ષા ગ્રહણ કરી શ્રોનેમિનાથની ભકિત કરૂં. ” આ પ્રમાણે વિચાર કરી પિતાના પુત્રને નગર તરફ મેકલી તત્કાળ રાજાએ તેને રાજ્યના સિંહાસન પર સ્થાપિત કર્યો. પછી પોતે સદ્ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. છેવટે શુભ ધ્યાનના વશથી તે અશોકચંદ્ર રાજર્ષિ એક્ષપદ પામ્યા.”
આ પ્રમાણે કહીને તે જાંગલ ફરીથી બેલ્યો કે “હે પૂજ્ય ગુરૂ ! મેં આ તીર્થનું સર્વ માહાસ્ય સાક્ષાત્ જોયું છે. જગતમાં ઉજીયંતગિરિતુલ્ય બીજું કઈ તીર્થ નથી, કેમકે તેનું સેવન કરવાથી મનુષ્ય આ ભવમાં ઉત્તમ સુખ ભેગવીને અંતે મોક્ષપદને પામે છે. કહ્યું છે કે-જે તીર્થનું સેવન કરવાથી પાપી મનુષ્યો પણ દુષ્કર્મરૂપી શત્રુના સમૂહને ક્ષય કરી ક્ષણવારમાં અક્ષય એવા શ્રેષ્ઠ સ્થાનને (મોક્ષને) પામે છે. આકાશમાં વિચરતા કોઈ પ્રાણીની છાયા પણ હજયંત ગિરિનો સ્પર્શ કરે તો તેઓ પણ દુર્ગતિને પામતા નથી તે પછી તેને સેવનારની તો શી વાત કરવી ? ” આ પ્રમાણે જગલે કહેલ શ્રી રૈવતાચળનો ઉત્તમ પ્રભાવ સાંભળીને સર્વે તાપસ અતિ હર્ષ પામ્યા.
આ સર્વ વૃત્તાંત સાંભળીને “ પ્રથમ તો રેહણાચળ પર્વત ઉપર જવું અને પછીથી યાત્રા થશે.” એમ નિશ્ચય કરીને ભીમસેન તે પરદેશીની સાથે રેહણાચળ પર્વત તરફ ચા. માર્ગને ઉલ્લંઘન કરતા તે બને રેહણાચળ પર્વ તની નજીક પહોંચ્યા. ત્યાં તીર્થકરની પૂજા કરી હર્ષથી રાત્રિ
Page #16
--------------------------------------------------------------------------
________________
નિર્ગમન કરી ત્રાત:કાળે તે બન્નેએ રત્નની ખાણ પાસે જઈ મણિની ઈચ્છાથી “ હા દેવ !” એમ બેલી ખાણમાં પ્રહાર કર્યો. તે વખતે ભીમને અમૂલ્ય ઉત્તમ બે રત્ન પ્રાપ્ત થયાં. તેમાંથી એક રત્ન રાજકુળમાં આપી તે ત્યાંથી નીકળી ગયે. તે વહાણુમાં બેસીને સમુદ્રમાર્ગે જતો હતો તેવામાં પૂર્ણિમાની રાત્રિએ પૂર્ણ ચંદ્રને જોઈ તેની સાથે પોતાના રત્નની તુલના (સરખામણી) કરવા લાગ્યો. વહાણને છેડે બેસીને તે ચંદ્રની અને રત્નની બનેની કાંતિને વારંવાર જોવા લાગ્યા. તેવામાં તે રત્ન તેના હાથમાંથી સમુદ્રમાં પડી ગયું. તે વખતે “મહાકષ્ટથી પ્રાપ્ત કરેલું રત્ન મેં મૂર્ખ સમુદ્રમાં પાડી નાખ્યું” એમ વિચાર કરતો તે તત્કાળ મેટી મૂછાને પામે. ત્યારપછી શુદ્ધિને પામીને તે અત્યંત પિકાર કરવા લાગ્યા કે-“અરે દુષ્ટ દેવ ! મારા જીવિતને નાશ થાય એવું તે આ શું કર્યું? દેવને ધિક્કાર હો ! મારા જીવનને ધિક્કાર
! અને મારા જન્મને ધિક્કાર હો ! આ જગતમાં કષ્ટ અને વ્યાધિમય જીવિત કરતાં મરવું વધારે સારું છે. ” આ પ્રમાણે વિલાપ કરતા તે ભીમ ફરીથી મૂચ્છા પામે. તેનો કોલાહલ શબ્દ સાંભળીને ખલાસીઓ વિગેરે સર્વે તેની પાસે એકઠા થયા. નાવિકેએ શીતાદિક ઉપચાર કરીને ક્ષણ વારમાં તે ભીમને સચેતન કર્યો, ત્યારે તે ઉંચે સ્વરે તેમને કહેવા લાગ્યો કે “હે નાવિકે ! મારૂં રત્ન અહીં સમુદ્રમાં પડી ગયું છે, તેથી તમે વહાણને ખંભિત કરે અને અહીં મારા રત્નની શોધ કરો.” આવું તેનું વિચિત્ર વચન સાંભળી તે પરદેશીએ તેને કહ્યું- હે મિત્ર! આજે તને શું થયું છે? અલપ એવું રત્ન કયાં અને આટલું બધું જળ કયાં ? વળી આ વહાણ કયાં ? તારૂં રત્ન જ્યાં પડયું હશે તે સ્થાન તે અહીંથી ઘણું દૂર રહ્યું, હમણું તો ઘણે માર્ગ ઉલ્લંઘન થઈ
Page #17
--------------------------------------------------------------------------
________________
(૧૫) ગયો છે; તેથી હે બધુ! શેકનો ત્યાગ કર, ધીરજને ધારણ કર. હું વિદ્યમાન છતે તારે રત્નની વૃથા ચિંતા ન કરવી. જે કદાચ તારા મનમાં ધીરજ ન રહેતી હોય તો આ મારૂં શ્રેષ્ઠ રત્ન તું ગ્રહણ કર. હજુ સુધી પૃથ્વી પર પવિત્ર રેવત પર્વત શોભી રહ્યો છે, તેથી તારે મારી પાસે જરા પણ ખેદ કરે નહીં.” આ પ્રમાણે તેનું વચન સાંભળી શાંત થયેલા ભીમે અનુક્રમે સમુદ્રનું ઉલ્લંઘન કર્યું.
સમુદ્રને કાંઠે ઉતરીને ભીમ મનમાં આનંદ પામી શ્રેષ્ઠ ભાતું લઈને મિત્ર સહિત રૈવતગિરિ તરફ ચાલ્યો. દુર્ભાગ્યના વેગથી માર્ગમાં ચેરેએ તેને લૂંટ્યો તેથી ભાતા અને વસ્ત્ર રહિત થયેલ તે અત્યંત ક્ષીણ શરીરવાળે થયે. આગળ ચાલતાં માર્ગમાં જાણે બીજા કલ્પવૃક્ષ હેાય એવા એક મુનિને જોઈ ભીમ મનમાં આનંદ પામ્યું અને તેણે તેને વંદના કરી. પછી અતિ દુ:ખી એવા તે બન્નેએ સ્વસ્થ થઈ તે મુનીશ્વરને પોતાને સર્વ વૃત્તાંત પ્રથમથી કહી બતાવ્યો અને કહ્યું કે–“હે મુનીંદ્ર! દુઃખ અને દારિદ્રયથી પીડા પામેલા મનુષ્યમાં અમે મુગટ સમાન છીએ એમ તમે જાણે. તેવા દુખથી અમે અહીં જ ઝંપાપાત કરવા આવ્યા છીએ. મરવાની ઈચ્છાવાળા અમે આજ પર્વત ઉપરથી ઝંપાપાત કરીને મોટા દુઃખરૂપી સાગરના ઈચ્છિત પારને પામીશું. કહ્યું છે કે-“ જળ વિના મેઘ શેભતો નથી, ચૈતન્ય રહિત દેહ શોભતે નથી, સુગંધ વિનાનું પુષ્પ શોભતું નથી, કમળ વિનાનું સરોવર શેભતું નથી, કાંતિ રહિત ચંદ્ર શેભતો નથી, સંસ્કૃત (સંસ્કાર) વિનાની વાણી શોભતી નથી, દુષ્ટ પુત્રવાળું કુળ શોભતું નથી, ન્યાય વિના વિનય શોભતો નથી, સુંદર દેહ વિના શૃંગાર શોભતો નથી, ચંદ્ર વિનાની રાત્રિ શોભતી નથી, નાયક વિના સેના શોભતી નથી, સારી સ્ત્રી વિના ઘર શોભતું નથી,
Page #18
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
આચાર વિના-કુલીનપણુ શાલતુ નથી, દયા વિના ધર્મ શેભતા નથી, નેત્ર વિના મુખ શેાલતુ નથી, સત્ય વિના વક્તાપણ શાભતું નથી, પ્રતિમા વિના ચૈત્ય શૈાલતું નથી, તેમજ દ્રવ્ય વિના મનુષ્ય શેાલતા નથી. ”
આ પ્રમાણે ખેદ પામેલા તેમની દીનતાવાળી વાણી સાંભળીને દયાયુક્ત મનવાળા તે મુનિએ પ્રીતિથી તે બન્નેને કહ્યું કે- પૂર્વ જન્મમાં તમાએ સમ્યક્ પ્રકારે ધર્મને આરાધ્યા નથી, તેથી તમેાને કષ્ટ આપનારી નિર્ધનતા પ્રાપ્ત થઈ છે; તેથી આ અપરાધ રહિત એવા જીવિત ઉપર તમારે ખેદ કરવા ચેાગ્ય નથી. સમ્યક્ પ્રકારે ધર્મનું સેવન કરવાથી મનુષ્યને સંપદા સુલભ થાય છે. દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારણ કરવાથી જ ધમ કહેવાય છે. તે ધર્મ સર્વજ્ઞે કહેલા સંયમાદિક દશ પ્રકારના છે, તે મુક્તિને માટે છે. ધર્મ ઉત્કૃષ્ટ મગળ છે, ધર્મ સ્વર્ગ અને મેાક્ષને આપનાર છે, ધર્મ સ`સારરૂપી અરણ્યને ઉલ્લંઘન કરવામાં માર્ગદર્શક ( ભેામિયા ) છે, ધર્મ માતાની જેમ પાષણ કરે છે, ધર્મ પિતાની જેમ રક્ષણ કરે છે, ધર્મ મિત્રની જેમ પ્રેમ ઉપજાવે છે, ધર્મ અધુની જેમ સ્નેહ કરે છે, ગુરૂની જેમ ધર્મ ઉજવલ ગુણાને પ્રાપ્ત કરાવે છે, સ્વામીની જેમ ધર્મ માટી પ્રતિષ્ઠા આપે છે, ધ સુખની મેટી હવેલી સમાન છે, ધર્મ શત્રુના સંકટ વખતે અખ્તર સમાન છે, ધર્મ જડતાને છંદનાર છે, ધર્મ પાપના મર્મસ્થાનને ભેદનાર છે. પ્રાણી ધર્મથી રાજા અને છે, ધર્મથી રામ ( ખળદેવ ) અને વાસુદેવ થાય છે, ધર્મથી ચક્રવતી થાય છે, ધર્મથી દેવ થાય છે, ધર્મથી ઇંદ્ર થાય છે, ધર્મથી નવ ચૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં અહમિદ્રપણાને પામે છે અને ધર્મથી અરિહંત પદને પામે છે. ધર્મથી શું શું સિદ્ધ થતું નથી ? દુર્ગતિમાં પડતા જંતુને ધારણ કરનાર હાવાથી જ
Page #19
--------------------------------------------------------------------------
________________
(૧૭) . ધર્મ કહેવાય છે, તે ધર્મ દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારનો છે. ધર્મથી કલંકરહિત કુળમાં જન્મ થાય છે, ધર્મથી ઉત્તમ જાતિ પ્રાપ્ત થાય છે, ધર્મથી ઘણું બળ પ્રાપ્ત થાય છે, ધર્મથી અખંડિત આયુષ્ય પ્રાપ્ત થાય છે, ધર્મથી રેગરહિતપણું થાય છે, ધર્મથી ઉત્તમ ધન મળે છે, ધર્મથી શ્રેષ્ઠ ભેગે પ્રાપ્ત થાય છે અને ધર્મથી જ પ્રાણીઓને સ્વર્ગ
અને મેક્ષ પણ મળે છે. હે ભવ્ય પ્રાણીઓ ! ઉતમ સૌભાગ્યને - ઉત્પન્ન કરનાર, મનુષ્યને સેવવા લાયક, પોતાના આત્માનું હિત કરનાર અને કલેશરૂપી ભયંકર જળજંતુવડે ભય ઉપજાવનારા સંસારસમુદ્રમાં પડતા પ્રાણુઓનો ઉદ્ધાર કરનાર ધર્મને જ તમે સદા સેવ. શ્રી જિનેશ્વરે કહેલે ધમે શુદ્ધ બુદ્ધિથી સમ્યક્ પ્રકારે આરાધ્ય હોય તે તે પ્રાણીઓના દુ:ખેથી વારી શકાય એવા કામદેવરૂપ હાથીનું દમન કરે છે, આપત્તિને નિર્દૂલ કરે છે, મેહરૂપી શત્રુને ભેદે છે, દુષ્ટ મદરૂપી લતાનો તત્કાળ નાશ કરે છે, કલેશરૂપી વૃક્ષને ઉખેડી નાખે છે અને કરૂણને ઉત્પન્ન કરે છે. સમ્યક્ પ્રકારના શીલવાળે જે પ્રાણી નિરંતર ધર્મની આરાધના કરવામાં તત્પર થાય છે તેને ધન સમીપે આવે છે, દુષ્ટ શત્રુઓ સદા દૂર રહે છે, આપત્તિ તેની સામે જોતી નથી, સુખની શ્રેણિ તેને સર્વદા સેવે છે, સર્વ ગુણીજને તેની સેવા કરે છે તથા પૃથ્વી પર કોઈ પણ મનુષ્ય તેને દ્વેષ કરતું નથી. જે માણસ ધર્મનું આરાધન કરવાથી મેક્ષલક્ષ્મીવડે શોભતા વીતરાગ પ્રભુને ભજે છે, તે માણસને ક્રોધાયમાન થયેલા દુષ્ટ સર્પો પણ શું કરી શકે ? કાંઈ પણ કરી શકતા નથી. જે કદાચ દુ:ખથી વારી શકાય એવા સિંહે પાસે આવ્યા હોય તે પણ તે વેરરહિત થઈ જાય છે. સર્વે સ્વનું હરણ કરનાર અને દુઃખથી ભેદી શકાય એવા ક્રોધા
Page #20
--------------------------------------------------------------------------
________________
(૧૮) દિક આત્યંતર શત્રુઓ તેની પાસે પણ આવી શકતા નથી. અખંડ (નિરંતર) કલ્યાણને આપવામાં સમર્થ એવા દયામય ધર્મને જે પ્રાણ ભજે છે, તે સંસારના દુઃખને નાશ કરનાર અને દીર્ઘ આયુષ્યવાળા થાય છે, તેને આપત્તિ દુર્લભ થાય છે, સંપત્તિ સુલભ થાય છે, સર્વ લોક તેની ઈચ્છાને અનુસરે છે, દુ:ખથી દર્શન થઈ શકે એવા રાજાઓ તેના હિતકારક ( મિત્ર ) થાય છે અને શત્રુ પણ મિત્રરૂપ થાય છે. ચિંતામણિ રત્ન સમાન દયાને આશ્રિત થયેલો અનંત સુખને આપનાર ધર્મ જે આરાધ્ય હોય તો તે સદા દારિદ્રને દળી નાખે છે, અખંડ વૈભવને પ્રાપ્ત કરે છે, વિનોનો નાશ કરે છે અને મનમાં ઈચ્છલી સર્વ વસ્તુઓને ઉત્પન્ન કરે છે. (મેળવી આપે છે). આ પૃથ્વી ઉપર સંસારથી ઉદ્વેગ પામેલા પુરૂષેના કષ્ટનો નાશ કરનારા અને સુખને પ્રાપ્ત કરનારા ઉત્તમ શાસ્ત્ર, આગમ અને તત્ત્વબોધ વિગેરે હજારે ઉપાય છે, પરંતુ અહો ભવ્યજને ! ખરેખર ઉપાય તે સર્વ અર્થને પ્રાપ્ત કરવામાં એક કુશળ એ તીર્થકરે કહેલ મનોહર શુભ ધર્મ જ છે. અગાધ જળવાળા સ સારરૂપી સમુદ્રના પારને પામવા માટે જે મનુષ્ય અનુક્રમે વિદનને નાશ કરનાર ધર્મના આરાધનને ઈચ્છે છે તે મનુષ્ય લેકમાં ઉત્પન્ન થતા ઘણું કષ્ટને આપનારા અનર્થને પામતો નથી, તથા છેવટે સત્યરૂષોના માનને પામીને ઈચ્છિત એવી મોક્ષની સ્થિતિનો આશ્રય કરે છે. સર્વ લોકે ધર્મના આરાધનને ઈચછે છે, ધર્મને આશ્રિત થયેલે મનુષ્ય કલ્યાણવાળે થાય છે, ધર્મવડે વિક્નોને સમૂહ નાશ પામે છે, ડાહ્યો માણસ ધર્મને માટે સદા યત્ન કરે છે, ધર્મથી ક્ષણવારમાં મોટી સંપદા પ્રાપ્ત થાય છે, ધર્મને પ્રભાવ ઘણે ભેટે છે અને ઉચિત એ ધર્મ કરવાથી શું શું સિદ્ધ થતું નથી? ઉચ્ચ કુળમાં જન્મ, નિર્મળ કીર્તિ
Page #21
--------------------------------------------------------------------------
________________
( ૧૯ )
ચાભાગ્ય, નિરાગતા, લક્ષ્મી, અદ્ભુત સુખ, મનેાહર સ્ત્રી, વિદ્યા, લાંબુ આયુષ્ય, લાકામાં પૂન્યતા, નિર્મળ યશ, હાથી ઘોડાના સમૂહ તથા દેવેદ્ર અને ચક્રવત્તીના વૈભવ આ સર્વ મનુષ્યાને ધર્મ થી જ નિરંતર પ્રાપ્ત થાય છે. આથી કરીને તમે અને અજ્ઞાનમૃત્યુના ત્યાગ કરી ધર્મ ના આરાધનમાટે સર્વ પ્રકારની સિદ્ધિને આપનાર અને તપસ્વીઓના સમૂહથી સેવાતા એવા ઉજ્જયગિરિ ઉપર જાઓ.”
આ પ્રમાણે મુનિનુ વચન સાંભળીને ભીમરાજાએ પૂછ્યુ કે—“ હું તપના નિધાન ! આવુ દુ:ખ મને શાથી (કયા કર્મ થી ) પ્રાપ્ત થયું છે ? ” ત્યારે ઇંદ્રિઆને જીતનાર સુનીન્દ્ર પાતાના જ્ઞાનથી જાણીને ખેલ્યા કે– પૂર્વ ભવે તે સુનિની વિરાધના કરી છે તેથી તું દુ:ખ પામ્યા છે. સુખનુ કારણ ધર્મ અને દુ:ખનું કારણ અધર્મ જ કહ્યું છે. તું તે વૃત્તાંતને સાંભળ.
આ ભરતક્ષેત્રમાં પ્રતિષ્ઠાનપુર નામનુ' મનેાહર નગર છે. તેમાં પરાક્રમી શક્તિસિહુ નામના રાજા હતા. મેાટી રાજ્યલક્ષ્મીવડે અને રાણીઓના સમૂહવડે શેલતા તથા ન્યાયને વિષે નિપુણ બુદ્ધિવાળા તે રાજા રાજ્યનું પાલન કરતા હતા. એક દિવસ તે રાજા શિકાર કરવા વનમાં ગયા. ત્યાં તેણે એક મૃગલાને ખાણવડે લક્ષ્ય કયા, તે વખતે તે મૃગલા ત્યાંથી નાશી ગયા. રાજા તેની પાછળ શીઘ્રપણે દોડ્યો, પરંતુ તે મૃગલા નિર્ભાગીના ધનની જેમ વૃક્ષની ઘટામાં ભરાઇને અદ્રશ્ય થઇ ગયા. ત્યાં એક વૃક્ષની નીચે કોઇ એક મુનિ કાર્યોત્સર્ગે રહ્યા હતા. તેને જોઈ રાજાએ પૂછ્યું કે- મૃગલા કર્યાં ગયા ? તે કહેા.” મુનિનું મન ધ્યાનમાં સ્થિર હતુ તેથી તે માનપણે જ રહ્યા, તેથી ક્રોધ પામેલા રાજાએ તે મુનિને આંધવા માટે પાતાના સેવકાને હુકમ કર્યો. ત્યારે તેઓએ તે મુનિને
Page #22
--------------------------------------------------------------------------
________________
( ૨૦ )
માંધી તેને ત્યાં જ મૂકી આગળ ચાલ્યા અને જેમની ઇંદ્રિયા આકુળવ્યાકુળ થઇ છે એવા તે સવે દરેક સ્થાને મૃગલાની શેધ માટે ભમવા લાગ્યા. પરંતુ તે મૃગલા તેમને પ્રાપ્ત થયા નહીં ત્યારે રાજા પાછા વળ્યેા અને મનમાં સંકલ્પવિકલ્પ કરતાં તેને મુનિનું અધન યાદ આવ્યું. તેણે અઢાર ઘડી સુધી મુનિને અધન રાખ્યું. પછી શાકને ધારણ:કરતા તેણે મુનિને બંધનથી મુક્ત કયા. પછી વિનયથી યુક્ત એવા તે રાજા મુનિને ખમાવી પેાતાના રાજ્યમાં આવી પ્રજાનું પાલન કરવા લાગ્યા. તે શક્તિસિહ રાજા મરીને આ ભવમાં તું થયા છે. પ્રાણીઓ પૂર્વ ભવમાં કરેલાં કમાને આ ભવમાં ભાગવે છે. ધ્યાનમાં રહેલા મુનિને તે અંતરાય કયા હતા, તે તારૂં કર્મ ખમાવવાથી પણ સર્વથા ક્ષીણ થયું નહાતુ. તે કવડે તને દૃઢ ભાગાંતરાયનો અંધ થયો હતા. આ પ્રમાણે જાણીને હે મહાબુદ્ધિમાન પથિક ! તું શાક ન કર. બુદ્ધિમાન પુરૂષોએ નિર'તર મુનિઓની સેવા કરવી. તેઓની કદાપિ વિરાધના ન કરવી, કેમકે તેમની વિરાધના કરવાથી મનુષ્ય અનેક દુ:ખાને પામે છે અને તેમની સેવા કરવાથી સદા મનવાંછિત ફળને પામે છે. હું ભદ્ર ! હવે તારા અશુભેાદયના કાળ પૂર્ણ થયો છે, તેમાં કાંઇ પણ સશય નથી. હવે થાડા કાળમાં તારૂ કલ્યાણ થવાનુ છે, માટે તું ખેઢના ત્યાગ કર. હું ભીમ ! પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા પુણ્યને લીધે તું આ આખી પૃથ્વીને જિનેશ્વરોના મદિરાવડે સુશાભિત કરીશ. અધુના આ જગતમાં તારી જેવા પુણ્યશાળી પુરૂષ કાઈ પણ જણાતા નથી, તેથી હવે તારે જરા પણ દુષ્ટ વિચાર કરવા નહીં.
આ પ્રમાણે મુનિનાં વચન સાંભળીને મિત્રસહિત ભીમસૈન મુનિને નમસ્કાર કરી શુભ ધ્યાન કરતા રૈવતગિરિ તરફ્ ચાલ્યો, અનુક્રમે તે ગિરિ ઉપર ચડીને તેણે અતિ શ્ર
Page #23
--------------------------------------------------------------------------
________________
(૨૧) તપસ્યા કરી અને જીનેમિનાથ પરમાત્માની પૂજા કરી. એકદા ત્યાં એક મેટે સંઘ યાત્રા કરવા માટે આવ્યો. તે સંઘને અધિપતિ ભીમને નાના ભાઈ જિનવલ્લભ હતો. તે જિનાલયને વિષે યાત્રિક જને અને પ્રધાનની સાથે પ્રભુની આરતી ઉતારતો હતો. તે વખતે ત્યાં રહેલા ભીમસેને પિતાના લઘુબંધને જોયો. આરતીની ક્રિયા સમાપ્ત થયા પછી તેણે પણ ભીમને જોયો અને ઓળખે. તરતજ તેણે મંત્રીઓને કહ્યું કે “ અહીં જુઓ, આ પુરૂષ કોણ છે ?” તેને જોઈ મંત્રીઓ હર્ષથી બોલ્યા કે–“હે રાજન ! જેને માટે તમે આખું જગત શોધાવ્યું તે આ તમારા ભાઈ છે.” પછી સર્વ કે ઉભા હતા તેમની સમક્ષ તે રાજા મનમાં હર્ષ પામી પોતાના જ્યેષ્ઠ બંધુને આલિંગન કરી વારંવાર પ્રણામ કરવા લાગ્યું. ભીમસેન પણ સ્નેહરૂપી લતાને વૃદ્ધિ પમાડવા માટે હર્ષથી વારંવાર તેના મસ્તકપર અશ્રુજળને સિંચતો ચુંબન કરવા લાગ્યું. પછી નાનો ભાઈ ભક્તિથી બોલ્યો કે-“હે ચેઝ બંધુ ! જગતમાં એવું કેઈ પણ સ્થળ નથી કે જ્યાં મેં સેવને મોકલીને તમારી શોધ ન કરાવી હોય. હે ભાઈ! અત્યારસુધી થાપણની જેમ તમારા રાજ્યની મેં રક્ષા કરી છે, માટે હવે કૃપા કરીને શીધ્રપણે તેને સ્વીકાર કરે. હે પ્રિય બંધુ ! દીન એવા મનેલઘુબંધુને તજીને આટલો વખત તમે કયાં રહ્યા? તમે નેહરહિત કેમ થયા?” આ પ્રમાણે તેના વિનયના વચનોવડે ભીમસેન અતિ હર્ષ પામ્ય અને તત્વબુદ્ધિવાળા તેણે મંત્રીઓ સમક્ષ રાજ્યનો સ્વીકાર કર્યો.
ત્યારપછી ભીમસેને શુદ્ધ જળવડે સ્નાન કરી પ્રભુની સ્નાત્ર પૂજા કરી, હર્ષથી આરતી ઉતારી. પછી ત્યાં અષ્ટાહિક ઉત્સવ કવિ હમેશાં નાના ભાઈ સહિત ભીમસેને વિધિપૂર્વક
Page #24
--------------------------------------------------------------------------
________________
( ૨૨ )
શ્રી નેમિનાથની પૂજા કરી. ત્યારપછી જિનેશ્વરને નમસ્કાર કરી પેાતાના પિરવાર સહિત બુદ્ધિમાન ભીમસેન પેાતાના દેશ તરફ ચાલ્યા. માર્ગમાં અનેક રાજાએથી પૂજાતા લીમસેન રાજા મહાત્સવપૂર્વક પોતાના નગરમાં આવ્યો. તે વખતે શુભ લક્ષણવાળા તે રાજાને જોઇને પાર લેાકેાએ હર્ષ પામી મહાત્સવપૂર્વક તેને નગરમાં પ્રવેશ કરાવ્યો. નગરની સ્ત્રીઓએ વધાવવા માટે ઉછાળેલ લાા ( ધાણી )ને ગ્રહણ કરતા તે રાજા લેાકેાને ષ્ટિવડે આનંદ પમાડતો પેાતાના રાજમહેલમાં આવ્યો. ત્યાં ધન, વસ્ત્ર, અશ્વ, તાંબુલ, મિષ્ટ વચન અને પ્રસન્ન દૃષ્ટિવડે સર્વ જનાના સત્કાર કરી રાજાએ પાતાના મંદિરમાં પ્રવેશ કર્યો. ત્યારપછી પેાતાના ખસહિત ભીમસેને કુળદેવતાને નમસ્કાર કરી તથા ભોજન કરી ક્ષણવાર વિશ્રાંતિ લીધી. ત્યારપછી પ્રતિહારીએ સભાના સમય જણાવ્યો ત્યારે સભાસદાવડે શાલતા સભામંડપમાં ભીમરાજા આવ્યો. આ રીતે લેાકેાને પ્રસન્ન કરતા, આતુરતા રહિતપણે ધર્મ ને કરતા અને લાભરહિતપણે ધનને ગ્રહણ કરતા તે રાજા શાંતિપૂર્વક પૃથ્વીનુ પાલન કરવા લાગ્યો. તે રાજા રાજ્ય કરતા હતા ત્યારે ચારી એવા શબ્દ જ માત્ર સાંભળવામાં આવતા હતા, નગરના લેાકેા જરા પણ દુ:ખી નહાતા અને કોઇ ધર્મ ભ્રષ્ટ પણ નહાતા. પેાતે ક્રોધથી માતપિતાના વધ કર્યાં હતા તે વાત સ્મૃતિમાં આવવાથી અત્યત શાક કરતા તે ભીમરાજાએ પૃથ્વીને જિનેશ્વાના ચૈત્યોથી સુશૅાભિત કરી. સંસારસંબધી વિકારોને ત્રાસ પમાડતા, દીનજનેાની દીનતાને દળી નાખતા અને પૂયની ભક્તિ કરતા તે રાજા રાજ્યનું પાલન કરવા લાગ્યા. સર્વ શત્રુઓને પરાજય કરી અને લઘુમ ને યુવરાજપદ પર સ્થાપન કરી પેલા પરદેશી મિત્રને તેણે કાશના અધિપતિ બનાવ્યો,
Page #25
--------------------------------------------------------------------------
________________ (23) ; એકદા તે રાજા જિનેશ્વરની પૂજા કરવા માટે નગરની બહાર ઉદ્યાનમાં ગયો. ત્યાં એક વિદ્યાધરને જોઈને આદરથી તેણે તેને પૂછયું કે-“હે ભદ્ર! તું કયાંથી આવ્યો છે?” તે પણ પ્રસન્ન થઈ બેલ્યો કે-“હે રાજન ! સંસારમાં અભયને આપનારી મારી વાર્તા તમે સાંભળે. શત્રુંજય અને રૈવતાચળ તીર્થની ' સુખદાયક યાત્રા કરીને હું અહીં રહેલા શ્રીજિનેશ્વરને નમવા માટે આવ્યો છું.” આ પ્રમાણે તે વિદ્યાધરનું વચન સાંભળીને તે રાજાને તીર્થનું સ્મરણ થયું. તેણે વિચાર કર્યો કે-“મને ધિક્કાર છે કે તે ગિરીંદ્ર ઉપર જઈને મેં પ્રભુને નમન કર્યું નહીં. આ લેમાં મૃત્યુ ( યમરાજ ) જેને મિત્ર હોય, જે મૃત્યુને ઓળંગી આગળ ગયો હોય અને જેનું અમરપણું નિશ્ચિત થયેલું હોય તેવા પ્રાણ ભલે સુખેથી સુવે, પરંતુ જેમના મસ્તક ઉપર મૃત્યુની ઘંટા સદા નાદ કરી રહી હોય, છતાં પણ મેહપાશથી બંધાયેલો રહી જે આત્માના હિતને યાદ કરતો નથી તે ભૂલ કરે છે. ભયંકર મૃત્યુથી ગ્રસ્ત થયા છતાં અને વૃદ્ધ થયા છતાં પણ બુદ્ધિ વિનાનો મનુષ્ય આત્માને હિતકારક એવી લોકાંતરના (પલેકના) સુખની અપેક્ષા (ઈચ્છા) સરખી પણ કરતો નથી. રેગેના જ એક મૂળરૂપ એવા આ શરીરને પામીને શાંત ચિત્તવાળા પ્રાણીઓ જ્યાં સુધી પિતાને નિરોગતા હોય ત્યાં સુધીમાં આત્મહિત કરી લે છે. જ્યાં સુધી જરા પ્રાપ્ત થઈ નથી અને જ્યાં સુધી ઇંદ્રિયોની સુંદરતા છે ત્યાં સુધીમાં બુદ્ધિમાન પુરૂષોએ આત્મહિતને માટે યત્ન કરે જ જોઈએ. જ્યાંસુધી શરીરે આરોગ્યતા છે અને જ્યાં સુધી બુદ્ધિબળનો ઉદય છે ત્યાં સુધી પોપકાર કરવામાં વિલંબ કરે નહીં. પરોપકારમાં તત્પર થયેલા અને સંતોષરૂપી અમૃતનું પાન કરનારા પુરૂષે આ ભયંકર સંસારસાગરને સુખેથી તરી શકાય તેવા કરે છે. દયામાર્ગને પામીને જેઓ લેશ પણ હિંસાને કરતા નથી, તેઓ બીજા
Page #26
--------------------------------------------------------------------------
________________
એને પણ ઉદ્ધાર કરીને આ સંસારને તરી જાય છે અથૉત્ મોક્ષને પામે છે. ભૂતલને વિષે મરણ પામતા પ્રાણુઓ દુષ્કર્મના પ્રભાવથી પોતાના હિતને જોઈ જાણી શકતા નથી. નિરંતર જતા અને આવતા એવા દિવસો પુરૂષના આયુષ્યને હરણ કરીને વ્યતીત થાય છે, તે વાત દીન મનવાળા મૂઢ પુરૂષો જાણતા નથી. ” આ પ્રમાણે વિચાર કરીને તે ભીમસેન રાજા પિતાના લઘુબંધુને રાજ્ય આપી ડે પરિવાર ગ્રહણ કરી સમૃદ્ધિ સહિત રૈવતગિરિ તરફ ચાલ્યો. અનુક્રમે ચાલતાં તેણે પ્રથમ શત્રુંજય મહાગિરિ ઉપર જઈ આદીશ્વર પ્રભુને નમી તેની ગંધપુષ્પાદિક વડે પૂજા કરી. પછી ત્યાં વિધિપૂર્વક મહોત્સવ કરી ત્યાંથી નીચે ઉતરી પ્રીતિપૂર્વક રેવતગિરિ ઉપર ગયો. ત્યાં નેમિનાથ જિનેશ્વરની કપૂર, અગરૂ અને નંદનવનને પુપિવડે પૂજા કરી. ત્યાં ધનવડે યાચકને તૃપ્ત કરતો અને દાન, શીલ, તપ તથા ભાવ એ ચાર પ્રકારના ધર્મને આરાધતો તે રાજા ચાર વર્ષ રહ્યો. ત્યારપછી પ્રમાદરહિત તે રાજાએ જ્ઞાનચંદ્ર નામના મુનિની પાસે મોક્ષલક્ષ્મીને આપનારી દીક્ષા ભાવથી ગ્રહણ કરી.
તેમને જોઈને ઇંદ્ર કહે છે કે–તે જ આ ભીમસેન રાજા મુનીશ્વર થઈને અહીં જ રહીને સ્વર્ગ અને મોક્ષની સિદ્ધિને આપનાર તપસ્યા કરે છે. પૂર્વે મોટું પાપ કરનાર આ મુનિ આજથી આઠમે દિવસે આ જ પર્વત ઉપર કેવળજ્ઞાન પામી મોક્ષે જશે. હે દેવ ! અમે પ્રથમ પવિત્ર અર્બદ (આબુ) ગિરિ ઉપર ગયા હતા. ત્યાં જ્ઞાનચંદ્ર મુનિના મુખથી આ તીર્થનું માહાઓ સાંભળ્યું હતું. આ પ્રમાણે અપૂર્વ નમ્રતાપૂર્વક વચનની શ્રેણિને બેલતા ઈંદ્ર દેવને કહ્યું કે-“આ પર્વતના બીજા પણ અદ્દભુત મંહમાં સાંભળા–જે મનુષ્ય
Page #27
--------------------------------------------------------------------------
________________
( ર૫). મહાપાપી, દુષ્ટ અને કુષ્ટાદિક વ્યાધિથી પીડાયેલા હોય, તેઓ પણ રેવતાચલને સેવવાથી સર્વ પ્રકારના સુખને પામે છે. જે આ તીર્થ ઉપર થોડું પણ દાન આપ્યું હોય તો તે અનુક્રમે વૃદ્ધિ પામીને મોક્ષસુખને આપનાર થાય છે. આ ગિરિ ઉપર દ્રવ્યને અથી દ્રવ્યને પામે છે, સુખને અથી સુખને પામે છે, રાજ્યને અથી રાજ્યને પામે છે અને સ્વર્ગને અથી સ્વર્ગને પામે છે. શ્રીનેમિનાથ જિનેશ્વર પોતે જ જે તીર્થનો આશ્રય કરીને રહ્યા છે, તે પાપને હરણ કરનાર તીર્થને કે પુરૂષ ન સેવે?” આ પ્રમાણે કહીને ઈદ્ર સ્વર્ગલેકમાં સીધાવ્યા.
ભીમસેન રાજર્ષિ અનુક્રમે નિરતિચાર ચારિત્ર પાળી સર્વ કર્મ ખપાવી મોક્ષપદને પામ્યા. ઈતિ.
જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર આ ભૂતલને તેજસ્વી કરે છે, જ્યાં સુધી આ પૃથ્વી મનુષ્યોના હર્ષ માટે નિરંતર સ્થિરતાને ધારણ કરે છે અને જ્યાં સુધી સમુદ્ર પોતાની મર્યાદામાં રહે છે, ત્યાંસુધી ભીમરાજાનું આ મનહર ચરિત્ર ભવ્ય પ્રાણીઓને બોધ આપનાર થાઓ. વિદ્વાનોના સમૂહના મુગટ સમાન શ્રીધનેશ્વરસૂરિએ ઘણા રસને આપનારૂં શ્રી શત્રુંજયમાહાતમ્ય રચ્યું છે, તેમાં ભીમસેન રાજાની કથા કહેલી છે. તેના અનુસાર શ્રી અજિતસાગરસૂરિએ શ્રેષ્ઠ એવા મહાનસપુર (મહેસાણું) માં રહીને વિક્રમ સંવત ૧૯૮૫ના વર્ષને પહેલે દિવસે આ ચરિત્ર રચ્યું છે. ધતિ શ્રી અજિતસાગરસૂરિએ રચેલી શ્રી ભીમસેન
રાજાની કથા સમાપ્ત—
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધગિરિના આશ્રયથી ઉદ્ધાર
પામેલા કંડૂરાજાની કથા.
: પૂર્વે કંડુ નામે ચંદ્રપુરીને રાજા હતો. તે અનેક બેટાં વ્યસનેમાં ગ્રસ્ત, મહાપાપી અને યમ જે ક્રૂર હતો. અનેક અન્યાયાચરણથી પ્રજાને પડતાં તેને ક્ષય રોગ ઉત્પન્ન થયો, તેથી તેને દેહ ક્ષીણ થવા માંડ્યો, એટલે તેને મિત્રની જેમ ધર્મનું સ્મરણ થયું. “મૂઢબુદ્ધિવાળા જીવો જ્યાં સુધી સર્વ રીતે સુખી હોય છે ત્યાંસુધી ધર્મને કિંચિત્માત્ર સંભારતા પણ નથી; પરંતુ જયારે મૃત્યુનો ભય લાગે છે ત્યારે જ તેઓ ધર્મને યાદ કરે છે.”
એકદા તે કંડૂરાજા પોતે કરેલાં અન્યાયાચરણને સંભારતાં ખિન્નચિત્તે સભામાં બેઠા હતા, એવામાં કલ્પવૃક્ષના પત્ર ઉપર લખેલો એક દિવ્ય લેક કેઈએ આકાશમાંથી મૂકેલે તેની પાસે આવી પડ્યો. તે લોક તેના પુન્યશાળી પૂર્વજોના પુન્યથી વશ થયેલી તેની ગેત્રદેવી અંબિકાએ તેને જાગ્રત કરવા નાખેલું હતું. તેને ભાવાર્થ એ હતો કે-“પૂર્વ ભવમાં કરેલાં સુકૃતથી સઘળી સંપત્તિને પામ્યા છતાં જે મૂઢામા આ ભવમાં ધર્મને જ વિસારી દે છે તે સ્વસ્વામીહ કરનાર મહાપાતકીનું શ્રેય શી રીતે થઈ શકશે ?” ઉક્ત લેકને ભાવાર્થ મનમાં વિચારી પોતે કરેલાં અનેક અન્યાયાચરણને સંભારી બહુ ખેદ પામતે ચિંતાતુર થયેલે તે રાજા રાત્રિના વખતે એકલો રાજ્ય છોડી મરવાને માટે નિશ્ચય કરી ચાલી નીકળ્યો. જે
Page #29
--------------------------------------------------------------------------
________________
( ૭ ). તે નગર બહાર નીકળ્યો કે તરતજ એક સુંદર ગાય તેના જેવામાં આવી. તે ગાય રાજાની સામે ધસી આવીને તેને પ્રહાર કરવા લાગી. તે જોઈ રાજાએ પણ રીસથી ખડ્ઝ ઉગામીને તે ગાયના બે ટુકડા કરી નાખ્યા. તેમાંથી એક હાથમાં કાતી નચાવતી ભયંકર સ્ત્રી નીકળી. તે સ્ત્રીએ આક્રોશ કરી તેને યુદ્ધ કરવા કહ્યું, જેથી તે સ્ત્રીનાં ગર્વયુકત વચન સાંભળી જેવો તેની સામે ખલ્ગ ઉગામવા જાય છે તેવામાં તે સ્ત્રીની કાતીવડે પિતાને વીંધાઈ ગયેલ અને રૂધિર ઝરતે જોઈ કંડૂત રાજા બહુ જ ખેદ પામ્યો. એટલે તે સ્ત્રીએ તેને પુનઃ યુદ્ધ કરવા જણાવ્યું, તેથી તે શોકસાગરમાં ડૂબી ગયો છતે વિચા- - રવા લાગ્યો કે “અહા! દેવ જ્યારે વિપરીત થયું ત્યારે હું એક સ્ત્રીથી પણ પરાભવ પામ્યો. અહે! હું મરવા માટે જ નીકવ્યો હતો તે ભૂલી જઈ મેં શૈહત્યાનું મહાપાપ કર્યું. હવે મારી શી ગતિ થશે? હવે આપત્તિમાં આવી પડેલે હું શું કરું? અથવા દવ બળે ત્યારે કુ ખેદ શા કામને?”
આવી રીતે તે શોકાગ્રસ્ત બની વિચાર કરતો હતો હતો તેવામાં તેને તે સુંદર યુવતી કે જે અંબિકા જ હતી, તેણે કહ્યું કે-“હે મૂઢ! હજી તારા ચિત્તમાં ધર્મબુદ્ધિ પ્રગટી નથી, ફકત તું દુખાવિષ્ટ થવાથી હમણાં ધર્મને સંભારે છે. જો કે મદાંધપણે તે અનેક કુકૃત્યો કર્યા છે, તો પણ હવે તું ધર્મનો આશ્રય લે; કારણ કે તેના જે કઈ ઉપગારી નથી. છેવટે પણ જે તેને આશ્રય લે છે તેને તે તારે છે. હું અંબિકા નામે તારી નેત્રદેવી છું. તારી પરીક્ષા કરવા માટે મેં આ બધી પ્રવૃત્તિ કરી છે. હજુ તારામાં ધર્મની યોગ્યતા નથી, તેથી તે દેશાટન અને તીથોટને કર, ક્ષમાયુક્ત સર્વ દુઃખ સહન કર. પછી જ્યારે તારામાં યોગ્યતા જઈશ ત્યારે ફરી પ્રગટ થઈ તને ઉચિત માર્ગ જરૂર બતાવીશ, એમ કહી દેવી
Page #30
--------------------------------------------------------------------------
________________
(૨૮) અંતર્ધાન થઈ ગઈ. કંદૂરાજા વિચારે છે કે-“હજુ મારૂ ભાગ્ય જાગતું છે કે મારી ગોત્રદેવીએ હિતબુદ્ધિથી મને દર્શન દીધું. હવે હું પ્રમાદરહિત થઈ એવો ઉદ્યમ કરું કે જેથી થોડા જ વખતમાં ધર્મને યોગ્ય થઈ આત્મહિત સાધી શાકું.” એમ વિચારી પ્રભાતે તે ત્યાંથી કઈ દિશા તરફ ચાલી નીકવ્યો. પ્રસન્ન ચિત્ત થવાથી તે દુઃખ ભૂલી ગયો. પછી તે કલાકગિરિ ઉપર આવી રાત્રિ વાસ રહ્યો. પાછલે પ્રહરે કઈક વેરી યક્ષે પ્રગટ થઈ ક્રોધયુક્ત વચનથી કહ્યું કે-“હે દુષ્ટ ! તે પૂર્વે મને મારી મહારી સ્ત્રીનું હરણ ક્યું હતું તે તને સાંભરે છે? હવે તારું મરણ નજદીક આવ્યું છે, માટે તારા ઈષ્ટનું સ્મરણ કર.” એમ કહી તેણે તેની બહુ રીતે કર્થના કરી. છેવટે તેને કઈ એક ગુફામાં જીવતો મૂકીને યક્ષ અંતધાન થઈ ગયો. આ વખતે તે રાજા પોતે પૂર્વે કરેલાં અન્યાયાચરણને સંભારી સંભારી મનમાં ચિંતવે છે કે-“આ દુ:ખ તો દુષ્કૃત્યનાં પ્રત્યક્ષ ફળરૂપ છે, પણ હું શું જાણું કે તેના કેવાં કટુ ફળ આગળ જોગવવાં પડશે ?”
એવી રીતે પિતાનાં દુષ્કૃત્યોની નિંદા કરતો તે પાપના ક્ષય માટે અહીંતહીં ભમવા લાગ્યો. એવામાં તેની ગોત્રદેવી અ બિકા પ્રગટ થઈ બેલી કે-“હે વત્સ! હવે જ્યાં ત્યાં ફરવાની તારે જરૂર નથી. ફક્ત શત્રુંજયગિરિનું જ તું સેવન કર. તેં પૂવે એવાં દુષ્કૃત્યો ક્યાં છે કે તે ગિરિરાજનું સેવન કરવાથી જ સર્વ પાપનો ક્ષય થઈ શકશે, તે વગર તેને ક્ષય થઈ શકશે નહિ.” એવી રીતે ત્રદેવીએ કહેલાં હિતકારી વચને સાંભળી અને તેનાં જ મુખે તે ગિરિરાજને પ્રઢ મહિમા શ્રવણ કરી, અતિ ઉત્સાહપૂર્વક તે તીર્થરાજ તરફ ચાલી નીકળ્યો અને તેના દર્શન થાય ત્યાંસુધી તેણે ખાનપાનને ત્યાગ કર્યો. અનુક્રમે ગિરિરાજનાં અને એક શાંત મુનિના તેને દર્શન થયાં.
Page #31
--------------------------------------------------------------------------
________________
મુનિના સદુપદેશથી તેણે તેમની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ચાગ્નિ અંગીકાર કરી અનુક્રમે શ્રી તીર્થરાજને શુદ્ધ ભાવથી સેટી, તથાધિપતિ શ્રી આદિનાથનાં વારંવાર અનિમેષ નેત્રે દર્શન કરી, તે મહા દુષ્કર તપ કરવા લાગ્યો; તેથી તેનાં સકલ કર્મ ક્ષીણ થઈ ગયાં અને શુદ્ધ ધ્યાન યોગે તે શિવરમાનો
કતા થયો. એવી રીતે એકનિષ્ઠાથી જે ભવ્યજનો શ્રીગુંજય તીર્થનું તેમજ શ્રી આદીશ્વર પ્રભુનું સેવન કરશે તે પણ કંડૂ નરપતિની પેરે સર્વ દુ:ખનો અંત કરી અનુક્રમે પરમપદ પામશે. જિતારીરાજ પણ એ તીથાધિરાજના સેવનથી સર્વ રીતે સુખી થયો. શાંતનુ રાજ પણ પિતાના પુત્રો સહિત શત્રુંજય તીર્થ તથા શ્રી શત્રુંજયી નદીનું સેવન કરી પોતાના દુઃખને અંત કરી સુખ સમૃદ્ધિ પામ્યો. પૂર્વ કર્મના યોગથી કોઢ ગાવિષ્ટ થયેલે મહીપાલ કુમાર ફક્ત સૂર્યકુંડના જળના સ્પર્શમાત્રથી રોગમુક્ત થઈ કંચન જેવી કાયાવાળો. થયો. એવી રીતે આ તીર્થપતિનાં સેવનથી કઈક જીનાં કલ્યાણ થયાં છે, થાય છે અને ભાવી કાળે પણ થશે.
જે કે એ ગિરિરાજ ઉપર કાળની અનંતતાથી અનંત કેટિ જી સિદ્ધિપદ પામ્યા છે, તો પણ વર્તમાન ચોવીશી વિગેરેમાં સિદ્ધિપદ વરેલા જીની અત્રે ટુંક નેંધ પ્રસંગેપાત આપવામાં આવે છે.
અત્રે સિદ્ધ થયેલા મહાત્માઓની ટૂંકી નોંધ.
કેટલી સંખ્યા સાથે. શ્રી ઋષભદેવ પ્રભુના વંશજો -
અસંખ્યાતા. શ્રી પુંડરીક ગણધર
પાંચ કોડ દ્રાવિઠ વારિખિલ્લ
દશ કોડ આદિત્યયશા (ભરત મહારાજાના પુત્ર) એક લાખ
Page #32
--------------------------------------------------------------------------
________________
(૩૦)) - સમયશા ( બાહુબલિના વડા પુત્ર)
તેર કોડ બાહુબલિના પુત્ર
એક હજાર ને આઠ નમિ વિદ્યાધરની પુત્રી . ચર્ચા પ્રમુખ ચેસઠ નમિ વિનમિ વિદ્યારે
બે કોડ સાગરમુનિ
એક કોડ ભરતમુનિ
પાંચ કોડ અજિતસેન
સત્તર કોડ અજિતનાથ પ્રભુના સાધુઓ
દશ હજાર શ્રી સારમુનિ
એક કોડ શ્રી શાંતિનાથ પ્રભુ સાથે
૧૫રપપ૭૭૭ મુનિઓ રામ ભરત
ત્રણ કોડ પાંચ પાંડવો
વીશ કોડ વસુદેવની સ્ત્રીઓ
પાંત્રીસ હજાર વૈદભી
ચુમાળીશ (૪૦૦ ) નારદ ત્રાષિ
એકાણુ લાખ શાંબ પ્રદ્યુમ્ન
સાડીઆઠ કોડ દમિતારિ મુનિ
ચાદ હજાર થાવસ્થા પુત્ર
એક હજાર શુક પરિવ્રાજક (શુકાચાર્ય)
એક હજાર સેલગાચાર્ય
પાંચ સો સુભદ્રમુનિ
સાત સો કાલિકમુનિ
એક હજાર કદંબ ગણધર (ગત ચોવીશીમાં)
એક કોડ સંપ્રતિ જિનના થાવસ્થા ગણધર
એક હજાર આ સિવાય રાષભસેનજિન પ્રમુખ અસંખ્યાતા તીર્થકરો, દેવકીજીના છ પુત્રો, જાળી, માયાળી ને ઉવયાળી (જાદવપુત્રો), સૂત્રત શેઠ, દંડકમુનિ, સુકેસલમુનિ, તેમજ અયસત્તામુનિ વિગેરે સંખ્યારહિત મહાત્માઓ અત્ર સિદ્ધિપદ પામ્યા છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
( ૩૧ )
યાત્રાના પર્વ દિવસો. કારતક સુદ ૧૫ શ્રી ત્રિષભદેવજીના પાત્ર દ્રાવિડ ને વારિખિલ્લ
દેશકોડ મુનિ સાથે સિદ્ધિપદ પામ્યા. ' માગશર સુદ ૧૧ મન એકાદશી. પિષ વદ ૧૩ શ્રી ઋષભદેવજીની નિર્વાણ કલ્યાણકની તિથિ,
મેરૂતેરસ. મહા સુદ ૧૫ શ્રી મરૂદેવી માતાના ચેત્યની વર્ષગાંઠ. ફાલ્વન સુદ ૮ શ્રી રાષભદેવજી એ જ તિથિએ પૂર્વનવાણું
વાર સિદ્ધાચળે સમેસર્યા. ફિલ્થન શુદ ૧૦ નમિ વિનમિ વિદ્યારે બે કોડ મુનિવર સાથે
સિદ્ધિપદ પામ્યા. ફાલ્ગન શુદ ૧૩ શ્રી કૃષ્ણના પુત્ર સાઓ ને પ્રદ્યુમ્ર સાડી આઠ
કોડ મુનિ સાથે ભાડવા ડુંગરે સિદ્ધિપદ પામ્યા
( છ ગાઉની પ્રદક્ષિણને દિવસ). ફાલ્ગન શુદ ૧૫ શ્રી પુંડરીકસ્વામીએ પાંચ ક્રોડ મુનિ સાથે
સિદ્ધગિરિ પર અણસણ કર્યું. ફાલ્ગન વદ ૮ શ્રી કષભદેવની જન્મકલ્યાણક તથા દીક્ષા
કલ્યાણક તિથિ (વરસીતપની શરૂઆત) ચૈત્ર સુદ ૧૫ શ્રી પુંડરીક ગણધર પાંચ ક્રોડ મુનિ સાથે
શત્રુંજય ઉપર સિદ્ધિપદને પામ્યા. ચૈત્ર વદ ૧૪ નામિવિદ્યાધરની ચર્ચા વિગેરે ૬૪ પુત્રીઓ
સિદ્ધિપદ પામી (ચર્ચગિરિ ) વૈશાખ સુદ ૩ વરસીતપનું પારણું કરવાનો દિવસ (અક્ષયત્રીજ)
Page #34
--------------------------------------------------------------------------
________________
(૩ર) વૈશાખ વદિ ૬- શ્રી આદીશ્વર ભગવાનની સંવત ૧૫૮૭ માં
થયેલી પ્રતિષ્ઠાની વર્ષગાંઠ. અષાડ સુદ ૧૪ ચમાસી ચદશ. (ચાલુ વર્ષની છેલ્લી યાત્રા) શ્રાવણ સુદ ૧૫ પાંચ પાંડવે વીશ કોડ મુનિ સાથે સિદ્ધિપદ
પામ્યા.
અત્ર થયેલા ૧૬ મહેટા ઉદ્ધારની ટૂંક નોંધ. - ૧ ભરત ચક્રવતીએ (સપરિવાર) શ્રીનાભ ગણધરની સાથે અહીં આવી કરાવ્યો.
૨ ભરત ચકવતીની આઠમી પાટે થયેલા દંડવીર્ય ભૂપાલે કરાવ્યા.
૩ સીમંધરસ્વામીને ઉપદેશ સાંભળી ઈશાનેન્ટે કરાવ્યો. ૪ ચોથા દેવલોકના ઈન્દ્ર મહેન્દ્ર કરાવ્યું. પ પાંચમા દેવકના સ્વામી બ્રક્ષેન્ટે કરાવ્યું. ૬ ભુવનપતિના ઈન્દ્ર ચમરેન્ટે કરાવ્યું. ૭ અજિતનાથસ્વામીના બંધુ સગર ચક્રવતીએ કરાવ્યું. ૮ અભિનંદસ્વામીના ઉપદેશથી વ્યંતરેન્ટે કરાવ્યું.
૯ ચંદ્રપ્રભુના શાસનમાં ચંદ્રશેખર મુનિના ઉપદેશથી તેમના પુત્ર ચંદ્રયશાએ કરાવ્યું. - ૧૦ શ્રી શાંતિનાથજીના પુત્ર ચકાયુધે પ્રભુની દેશના સાંભળીને કરાવ્યું.
૧૧ શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં રામચંદ્રજીએ કરાવ્યો. .
૧૨ શ્રી નેમિનાથજીના ઉપદેશથી પાંડવોએ દેવ સહાયથી કશા ,
Page #35
--------------------------------------------------------------------------
________________
(૩૩ ) ૧૩ જાવડશાહ શેઠે વજાસ્વામીની સહાયથી સંવત્ ૧૦૮ માં કરાવ્યું.
૧૪ શ્રી કુમારપાળ રાજાના વખતમાં બાહડમંત્રીએ ૧૨૧૩ માં કરાવ્યો. ૧૫ સમરાશા ઓસવાળે સંવત્ ૧૩૭૧ માં કરાવ્યું. ૧૬ કરમાશા શેઠે સંવત્ ૧૫૮૭ માં કરાવ્યો.
આ મુખ્ય ઉદ્ધારની વાત છે. તે સિવાય શત્રુંજયકપમાં કહ્યા મુજબ અત્ર અસંખ્ય ઉદ્ધાર, અસંખ્ય ચેત્યા અને અસંખ્ય પ્રતિમાઓ કરાવવામાં આવેલ છે. એ બધે આ ઉત્તમ ગિરિરાજને જ પ્રભાવ જાણ.
પ્રતિદિન જાપવડે સ્મરણ કરવા યોગ્ય આ તીર્થ
ધિરાજના અનેક ઉત્તમ નામની યાદી. ૧ શત્રુંજય, ૨ બાહુબલિ, ૩ મરુદેવ, પુંડરીકગિરિ, ૫ રેવતગિરિ, ૬ વિમલાચલ, ૭ સિદ્ધરાજ, ૮ ભગીરથ, ૯ સિદ્ધક્ષેત્ર, ૧૦ સહસ્ત્રકમલ, ૧૧ મુકિતનિલય, ૧૨ સિદ્ધાચલ, ૧૩ શતકૂટગિરિ, ૧૪ ઢક, ૧૫ કડીનિવાસ, ૧૬ કદંબગિરિ, ૧૭ લેહિત્ય, ૧૮ તાલધ્વજ, ૧૯ પુણ્યરાશિ, ૨૦ મહાબલ, ૨૧ દ્રઢશક્તિ, રર શતપત્ર, ર૩ વિજયાનંદ, ૨૪ ભદ્રકર, ૨૫મહાપીઠ, ર૬ સુરગિરિ, ૨૭ મહાગિરિ, ૨૮ મહાનંદ, ૨૯ કર્મસૂડણ, ૩૦ કૈલાસ, ૩૧ પુષ્પદંત, ૩ર જયંત, ૩૩ આનંદ, ૩૪ શ્રીપદ, ૩૫ હસ્તગિરિ, ૩૬ શાશ્વતગિરિ, ૩૭ ભવ્યગિરિ, ૩૮ સિદ્ધશેખર, ૩૯ મહાશય, ૪૦ માલ્યવંત, ૪૧ પૃથ્વીપીઠ, ૪ર દુઃખહર, ૪૩ મુક્તિરાજ, ૪૪ મણિકત, ૪૫ મેરુમહીધર, ૪૬ કંચનગિરિ, ૪૭ આનંદઘર, ૪૮ પુણ્યકંદ, ૪૯ જ્યાનંદ, ૫૦ પાતાલમૂલ, પ૧
Page #36
--------------------------------------------------------------------------
________________
- ( ૩૪ ) વિભાસ, પર વિશાલ, પ૩ જગતારણ, ૫૪ અકલંક, પપ અકમક, પ૬ મહાતીર્થ, પ૭ હેમગિરિ, ૫૮ અનંતશક્તિ, ૫૯ પુરુષોત્તમ, ૬૦ પર્વતરાજા, ૬૧ તિરૂપ, દર વિલાસભદ્ર, ૬૩ સુભદ્ર, ૬૪ અજરામર, ૬પ ક્ષેમંકર, ૬૬ અમરકેતુ, ૬૭ ગુણકદ, ૬૮ સહસપત્ર, ૬૯ શિવંકર, ૭૦ કર્મક્ષય,૭૧ તમાકંદ, ૭ર રાજરાજેશ્વર, ૭૩ ભવતારણ, ૭૪ ગજચંદ્ર, ૭૫ મહોદય, ૭૬ સુરકાંત, ૭૭ અચળ, ૭૮ અભિનંદ, ૭૯ સુમતિ, ૮૦ શ્રેષ્ઠ, ૮૧ અભયકંદ, ૮૨ ઉજવળગિરિ, ૮૩ મહાપદ્મ, ૮૪ વિવાનંદ, ૮૫ વિજયભદ્ર, ૮૬ ઈન્દ્રપ્રકાશ, ૮૭ કપદ વાસ, ૮૮ મુક્તિનિકેતન, ૯ કેવળદાયક, ૯૦ ચર્ચગિરિ, ૯૧ અષ્ટોતરશતકૂટ,
૨ સૌંદર્ય, ૯૯ યશેધરા, ૯૪ પ્રીતિમંડન, ૫ કામુકકામ અથવા “ કામદાયી ', ૯૬ સહજાનંદ, ૯૭ મહેન્દ્રધ્વજ, ૯૮ સર્વાર્થસિદ્ધ, ૯ પ્રિયંકર.
આ નામો સિવાય શ્રી શત્રુંજયમાહાઓમાં બ્રહ્મગિરિ, નાન્દિગિરિ, શ્રેય:૫૮, પ્રભેપદ, સર્વકામદ, ક્ષિતિમંડળમંડન, સહસાખ્ય, તાપસગિરિ, સ્વર્ગગિરિ, ઉમાશંભુગિરિ, સ્વર્ણગિરિ ઉદયગિરિ અને અબુદગિરિ વિગેરે નામો પણ આપેલાં જણાય છે. વળી ઉપલાં ૯ નામ ઉપરાંત બીજાં ૯ નામ સહિત તેનાં ૧૦૮ નામ પણ અન્યત્ર કહ્યાં છે. યાત્રા કરનારાઓ તેમાંના પ્રત્યેક નામની પ્રતિદિન એક એક નવકારવાળી ગણે અથવા ઉક્ત ૧૦૮ નામનું એક સાથે સ્મરણ કરે.
સમાસ.
Page #37
--------------------------------------------------------------------------
________________
| ઉક્ત તીર્થમાં આવેલ રાયણુ વૃક્ષ અને શત્રુંજયા
નદીનો મહિમા. રાજદની (રાયણ વૃક્ષ ) અને તેની નીચે રહેલાં
પ્રભુનાં ચરણ. આ રાયણનું વૃક્ષ શ્રી ઋષભદેવ ભગવાનની પાદુકાવડે પવિત્ર ગણાય છે. શ્રી ઋષભદેવ ભગવાન અનેક વખત આવી એ રાયણ નીચે સમવસર્યા છે, તેથી તે પવિત્ર તીર્થની પેરે વંદનિક છે. તેનાં પત્ર, ફળ તથા શાખા ઉપર દેવતાઓના વાસ હોવાથી પ્રમાદવડે તે તોડવાં કે છેદવાં નહિં. જ્યારે કોઇ સંઘપતિ પૂર્ણ ભક્તિભાવથી તેની પ્રદક્ષિણા દે છે ત્યારે જે તે રાયણ તેના ઉપર હર્ષથી દુધ વર્ષાવે છે તો તે ઉભય લેકમાં સુખી થાય છે. જો તેની શુદ્ધ દ્રવ્યથી આદર સહિત પૂજા કરવામાં આવે છે તો તેના અધિષ્ઠાયક સ્વપ્રમાં આવી સર્વ શુભાશુભ કહી દે છે. વળી તેની આદરસહિત પૂજા કરવાથી ભૂત, વેતાળ, શાકિની, રા રાસ પ્રસુ.ના વળગાડ હોય તે પણ જતો રહે છે અને બીજા વિકાર પણ થઈ શકતા નથી. એ ઉત્તમ વૃક્ષના પુત્ર, પુષ્પ કે શાખાદિક સહેજે પડેલાં હોય તો તેને આદર સહિત લઈ આવી જીવની જેમ સાચવવાં. એનાં ન્હવણ જળનું સિંચન કરવાથી સર્વ વિધ્રની શાંતિ થાય છે. એ પવિત્ર વૃક્ષને સાક્ષી રાખી જે પ્રભુ સાથે દોસ્તી બાંધે છે તે આ ભવમાં અત્યંત સુખ અનુભવી છેવટે પરમપદ પ્રાપ્ત કરે છે. એ રાયણવૃક્ષથી પશ્ચિમ દિશા તરફ એક દુર્લભ રસકૂપિકા છે. જે આસ્થા સહિત અઠ્ઠમ તપનું આરાધન કરે છે તેમાંના કેઈક ભાગ્યવાન પુરુષ તેના પ્રભાવથી તે રસકૂપિકાનો રસ મેળવી શકે છે. તે રસના સ્પર્શ માત્રથી લેતું સુવણ થઇ જાય છે. એક રાયણજ જો પ્રસન્ન હોય તો બીજી શાની જરુર છે ?
Page #38
--------------------------------------------------------------------------
________________ શત્રુ જયા તેદી, સૌરાષ્ટ્ર (સોરઠ) દેશમાં અનંત મહિમાથી પૂર્ણ અને અનંત સુકૃતનું સ્થાન એવું શવુંજય નામે મહાતીર્થ છે. તેનાં દર્શન, સ્પર્શન, શ્રવણ અને સ્તવનથી પણ પાપના લેપ થઈ જાય છે. તે ક્ષણવારમાં પ્રાણીઓને સ્વર્ગનાં અને ક્ષેનો સુખે આપે છે. તેને જેવું ત્રણે લેકને પાવૈને કેરનારું કઈ પણ બીજું તીર્થ નથી. તે શત્રુંજય મહાતીર્થની દક્ષિણ બાજુએ પ્રભાવિક જળથી પૂર્ણ એક શત્રુંજયા નામની નદી છે. શત્રુંજય મહાતીર્થને સ્પશીમાં રહેલી હોવાથી તે નદી મહા પવિત્ર છે અને ગંગા સિંધુના દિવ્ય જળથી પણ અધિક ફળદાતા છે. તેના જળવડે (વિવેકથી) સ્નાન કરનારનું સકળ પાપ ધોવાઈ જાય છે. શત્રુંજય મહાતીર્થની તે જાણે વેણી હાય તેવી શોભે છે. વળી તે ગંગા નદીની પેલે પૂર્વ દિશા તરફ વહેનારી, અપૂર્વ સુકૃતનાં સ્થાનરૂપ, અનેક ઉત્તમ દ્રાવડે પ્રભાવવાળી અને અત્યંત આશ્ચર્ય ઉત્પન્ન કરતી છતી શત્રુંજયા, જાન્હવી, પુંડરીકિણી, પાપ કષા, તીર્થભૂમિ અને હંસા એવાં અનેક નામથી પ્રખ્યાત છે. તેમાં કદંબગિરિ અને પુંડરિકગિરિ નામના શિખરની મધ્યમાં ‘કમળ’ નામના એક મહા પ્રભાવિક દ્રહ છે * * * (માટી) નો પિંડ કરી તો " રતાંધળાપણુ” વિગેરે નાશ પામી જાય છે. વળી | ભૂત-વેતાળાદિક સંબકે