Page #1
--------------------------------------------------------------------------
________________
[ધ્યિાત્મિક રહસ્યની
ન લે. પૉલ બ્રન્ટન અનુ યૉરૅશ્વર
Page #2
--------------------------------------------------------------------------
________________
A SEARCH IN SECRET INDIAનો અનુવાદ
. આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
મૂળ લેખક પૉલ બ્રન્ટન
અનુવાદક શ્રી યોગેશ્વર
- વેરા ઍન્ડ કંપની, પબ્લિશર્સ, પ્રા. લિમિટેડ
૩, રાઉન્ડ બિલ્ડિંગ, કાલબાદેવી રેડ, મુંબઈ ૨
Page #3
--------------------------------------------------------------------------
________________
Gujarati Translation of A SEARCH IN SECRET INDIA by Paul Brunton Published with the Permission of Rider & Co., Hutchinson House, Stratford Place, London, W. T.
બીજી આવૃત્તિ ૧૯૭૨ કિંમત : રૂ. ૧૦૦પ૦
પ્રકાશક : કનુભાઈ દ્વારા વોરા એન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિમિટેડ ૩, રાઉન્ડ બિલ્ડિંગ, કાલબાદેવી રોડ, મુંબઈ ૨.
મુદ્રક : ભિાતસિંહ ઈનામદાર
લકા પ્રિન્ટરી,
ખાણુંદ, જિ. ખેડા.
Page #4
--------------------------------------------------------------------------
________________
અનુક્ર૦મ ૧ ગઓનો રહસ્યમય માર્ગ ૨ પ્રવાસ માટેની પૂર્વભૂમિકા ૩ ઈજીપ્તના જાદુગર ૪ મારી પયગંબર સાથેની મુલાકાત ૫ અડિયાર નદીના યોગીનો મેળાપ ૬ મૃત્યુને જીતનારે યોગ ૭ મૌનવ્રતધારી સંતપુરુષ.
૧૫૧ ૮ દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
૧૭) ૯ અરુણાચલની તળેટીમાં ૧૦ જાદુગર તથા સંતના સમાગમમાં ૧૧ બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષ ૧૨ ગ્રહોના લેખ ૧૩ દયાળબાગ ૧૪ પારસી પયગંબરના આશ્રમમાં ૧૩ એક અદ્ભુત મુલાકાત ૧૬ અરણ્યના આશ્રમમાં
૪૩૫ ૧૭ ભુલાયેલા સત્યની ઝાંખીઓ
૪૬૪-૪૯૨
૧૮.
२४७
૨૮૮
૩૧૩
૩૪૯
૩૯૫
૪૧૧.
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રવાસ માટેની પૂર્વભૂમિકા
એ લાંબી મુસાફરી માટેની તૈયારીઓ નિરંતર ચાલ્યા કરે છે. કરકસર કરીને પૈસા એકઠા કરવામાં આવે છે, અને પિતાની નિખાલસ કપના પ્રમાણે જેને એ સંશોધકનું સાહસ સમજે છે તેની રૂપરેખાને ચુપકીદીથી આગળ વધારે છે. પ્રવાસની લાલસાને અધિક ને અધિક ઉત્તેજિત કરનારાં રંગીન પૃષ્ઠો, આકર્ષક ચિત્ર ભેગાં કરે છે, તથા નકશાઓ ને ગાઈડ બુકને અત્યંત કાળજીપૂર્વક અભ્યાસ કરે છે. આખરે ભાગ્યને ભરેસે દેશ છોડવાનો દિવસ પણ મુકરર કરે છે. જીવનની બીજી બાજુએ શું છે તેની ખબર કાને પડે છે?
યૌવનની તાજી શક્તિને તથા ઊછળતા આશાવાદને તે સાચવી શક્યા હશે. કેમકે કોઈક કમનસીબ દિવસે બીજા છેકરાના વાલીને બધી તૈયારીની ખબર પડે છે, આખીય યોજનાની વધારે વિગતે એ પછી એકઠી કરવામાં આવે છે, અને એ કડકાઈથી કામ લે છે. પરિણામે એ બંનેને શું વેઠવું પડે છે તેનું વર્ણન કરવાની જરૂર નથી લાગતી. આખુંય સાહસ અત્યંત અપ્રસન્નતા સાથે છેડી દેવું પડે છે.
એ કમનસીબ મુસાફરીની યોજના કરનારના મનમાંથી હિંદુસ્તાનના દર્શનની ઈચ્છા દૂર નથી થતી. ઉંમર વધતાં નવીનવી ફરજે, જવાબદારીઓ, અને બીજી રસવૃત્તિઓનાં બંધને એને બાંધી દે છે. એટલે એ ઈચ્છાને અત્યંત દુઃખ સાથે એક બાજુ અંધારામાં રાખી મૂકવી પડે છે.
વરસોના પંચાંગનું એક પછી એક પાનું કાળને હાથે ફરતું જાય છે. છેવટે એક માણસની અણધારી મુલાકાત થાય છે. એ માણસ જૂની મહત્ત્વાકાંક્ષામાં કામચલાઉ સમય માટે છતાં નવો જ પ્રાણ સંચાર કરે છે. ખાસ તો એટલા માટે કે એ અપરિચિત માણસને ચહેરો ઝાંખો છે, એના શિર પર પાઘડી છે, અને સૂર્યનાં કિરણથી છવાયેલા હિંદુસ્તાનમાંથી જ એ આવેલ છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
ભારતવાસીની મુલાકાત
એ વ્યક્તિના મારા જીવનમાં પ્રવેશ થતાં જ વીતેલાં વરસેાની સ્મૃતિની હારમાળા ચાલુ થાય છે. શરદ ઋતુના સમય ઝડપથી પૂરા થઈ રહ્યો છે, કારણકે હવા ધુમ્મસથી છવાયેલી છે અને મારાં વચ્ચેની અંદરથી તીક્ષ્ણ ઠંડી રસ્તા કરે છે. ગમગીની પેાતાની મજબૂત આંગળીઓની મદદથી મારા હતાશાથી ભરેલા હૈયા પર કાબૂ મેળવવાના સખત પ્રયાસ કરે છે.
૨૦
પ્રખર પ્રકાશવાળા ઉપાહારગૃહમાં ફરતાં ફરતાં, એની ગર્મીનું ઉછીનું સુખ મેળવવાના પ્રયત્ન કરું છું. બીજા પ્રસંગે શક્તિશાળી સાબિત થનારા ગરમ ચાના પ્યાલે મને શાંતિ નથી આપી શકતા. મને વીંટળાઈ વળેલા ભારેખમ વાતાવરણની ઉપરવટ હું નથી જઈ શકતા. કરુણતાએ મને ઘેરી લેવાને જાણે કે નિશ્ચય કર્યો છે. કારમી પીડાના પડદા મારા હૃદયદ્વારને ઢાંકી દે છે.
એ અસ્વસ્થતા સહન કરવી કિઠન છે. ઉપાહારગૃહમાંથી એ મને ખુલ્લી શેરીમાં લાવીને છેડી દે છે. કાઈ પણ જાતના ઉદ્દેશ વગર હું જૂના ને જાણીતા રસ્તા પર ચાલવા માંડું છું અને મારી પરિચિત એવી પુસ્તકાની નાની દુકાન પર આવી પહેાંચું છું. એ એક પ્રાચીન મકાન છે અને એમાં એવાં જ પ્રાચીન પુસ્તકા રાખવામાં આવ્યાં છે. એના માલિક પ્રાચીન કાળના કાઈક માનવ-અવશેષ હોય એવા વિચિત્ર માણસ છે. આ દોડધામવાળા જમાનાને એની આવશ્યકતા બહુ ઓછી લાગે છે. પરંતુ જમાનાના ઉપયાગ એને મન બહુ એછે છે. એ ખાસ કરીને રહસ્યમય, ગૂઢ ને વિચિત્ર કહી શકાય એવા વિષય પરનાં વિરલ અને પ્રાચીન પુસ્તકા વેચવાનું કામ કરે છે. પુસ્તકામાંથી મળી શકે તેવી વિશેષ વિદ્વત્તા અને બીજી એને લગતી વસ્તુઓનું એ સારું જ્ઞાન ધરાવે છે. અવારનવાર એ પ્રાચીન પુસ્તકભંડારમાં હરીફરીને એમને વિશે એની સાથે ચર્ચા કરવામાં મને આનંદ આવે છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રવાસ માટેની પૂર્વભૂમિકા
એ સ્થળમાં પ્રવેશીને હું એને સલામ કરું છું. થોડાક વખત સુધી કેટલાંક નાનાં પુસ્તકોનાં સોનેરી પૃષ્ટો ફેરવ્યા કરું છું અથવા ઝાંખા પડી ગયેલા કાગળ પર બારીકાઈથી દષ્ટિ ફેકું છું. મારું ધ્યાન એક પુરાતન પુસ્તક તરફ ખેંચાય છે. એ જરાક રસિક લાગવાથી એને વધારે ચેકસાઈપૂર્વક તપાસું છું. ચશ્માંવાળો પુસ્તકવિક્રેતા મારી રસવૃત્તિને જાણી જાય છે અને એની આદત મુજબ પુસ્તકના પુનર્જન્મવાદના વિષય સાથે જેને એ સંબંધ ધરાવતી માને છે તેવી દલીલ શરૂ કરે છે.
પોતાની ટેવ પ્રમાણે એ વૃદ્ધ પુરુષ એકતરફી ચર્ચા ચાલુ રાખે છે. એ વિસ્તારથી વાત કરે છે. એના પરથી એમ લાગે છે કે પુસ્તકના કર્તા કરતાં પણ એ ગૂઢ સિદ્ધાંતનું વધારે સારું સાંગોપાંગ જ્ઞાન ધરાવે છે. એના ઉત્તમ કક્ષાના લેખકને પણ એ આંગળીને વેઢે ગણી બતાવે છે. એવી રીતે હું કેટલીય રસપ્રદ માહિતી મેળવી શકું છું.
એટલામાં તો અચાનક દુકાનના દૂરના ખૂણામાંથી એક માણસનો અવાજ સંભળાય છે. પાછા ફરીને જોઉં છું તો એક ઊંચા કદને માણસ દેખાય છે. વધારે કીમતી પુસ્તકાથી ભરેલા અંદરના નાના ઓરડાને ઢાંકી દેતા પડછાયાની સાથે એ બહાર આવે છે.
એ અપરિચિત એક ભારતવાસી છે. ભારે દબદબા તથા ગૌરવભરી ચાલે ચાલતાં એ અમારા તરફ આવી પહોંચે છે ને પુસ્તકવિક્રેતાની આગળ ઊભો રહે છે.
મારા મિત્રવર !” એ શાંતિપૂર્વક શરૂ કરે છે: “તમારી વાતમાં વિક્ષેપ કરવા માટે માફ કરજો. તમે જેની ચર્ચા કરી રહ્યા છે તે વિષયમાં મને ઘણે રસ હોવાથી હું તમને વધારે ના સાંભળી
ભા. આ. ૨. ખે. ૨
Page #9
--------------------------------------------------------------------------
________________
૨૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
શકયો. આ પૃથ્વી પર થનારા માનવના સતત પુનમના વિષય પર સૌથી પહેલાં પ્રકાશ પાડનારા ઉત્તમ લેખાનાં નામ તમે હમણાં કહી ખતાવ્યાં. ગ્રીક ફિલસૂફ઼્રોમાંના વધારે વિચારશીલ તત્ત્વનો, વિવેકી આફ્રિકાવાસીએ અને આરંભના ખ્રિસ્તી ધર્મગુરુએ એ સિદ્ધાંતને સારી પેઠે સમજતા હતા, એની સાથે હું સંમત થાઉં છું. છતાં પણ એ સિદ્ધાંત સૌથી પહેલાં કયાં શરૂ થયા ? એ વિશે તમને શું લાગે છે ?’
એકાદ ક્ષણ એ અટકે છે પણ પેાતાના પ્રશ્નના ઉત્તર માટેને અવસર આપ્યા વિના સ્મિત સાથે શરૂ કરે છે: જૂના જમાનામાં પુનર્જન્મવાદના સિદ્ધાંતના કરાયેલા સર્વ પ્રથમ સ્વીકારના યશ ભારતવને જ આપવેા ઘટે છે. અત્યંત જૂના જમાનામાં પણ અમારા દેશના લૉકામાં એ મત ઘણી સારી રીતે ફેલાયેલા હતા.’
વક્તાની મુખાકૃતિ મને મુગ્ધ કરે છે. એ અસાધારણ છે. સે ભારતીઓના સમૂહમાં એ આગળ તરી આવે એવી છે. એ વ્યક્તિએ પેાતાની શક્તિને જાણે કે સંગ્રહી રાખી છે. એના ચારિત્ર્ય વિશે મારા પર એવી છાપ પડે છે. તીક્ષ્ણ તેજસ્વી આંખ, મજબૂત મેઢું અને ઊપસી આવેલું વિશાળ લલાટ એના વ્યક્તિત્વની ખાસિયતો છે. સામાન્ય હિંદુ કરતાં એની ચામડી વધારે કાળી છે. એણે સુંદર પાઘડી પહેરી છે. એને! આગળનેા ભાગ તેજસ્વી રત્નથી સુશાભિત છે. અને પેાશાક અંગ્રેજી ઢળના અને સુંદર રીતે સીવેલેા છે.
કાંઈક અંશે એના ઉપદેશાત્મક શબ્દોની અસર ગલ્લા પર બેઠેલા ઘરડા માણસ પર ના થઈ. ઊલટું, સાચું કહીએ તેા એણે એના કડક રીતે વિરોધ કર્યો.
· એવું કેવી રીતે કહી શકાય ?’ એણે સંશયાત્મક સ્વરમાં શરૂ કર્યું : ' ખ્રિસ્તી કાળની પહેલાંના વખતમાં મધ્યપૂર્વનાં શહેરો સભ્યતા ને સંસ્કૃતિનાં સર્વોચ્ચ વિકાસકેન્દ્રો તરીકે વિખ્યાત
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રવાસ માટેની પૂર્વભૂમિકા
૨૩
હતાં. પુરાતન કાળના મેોટામાં મેટા બુદ્ધિશાળી પુરુષા એથેન્સ અને એલેક્ઝાંડ્રિયાની આસપાસના પ્રદેશમાં નહોતા રહેતા ? એમના વિચાર। દક્ષિણ તથા પૂર્વના પ્રદેશોમાં પ્રવાસ કરતા છેક ભારત સુધી પહેાંચ્યા હતા.’
ભારતવાસી શાંતિપૂર્વક સ્મિત કરે છે, અને તરત ઉત્તર આપે છે: ‘એ વાત બરાબર નથી. ખરેખર જોતાં તે! તમે જે કહે છે. એનાથી ઊલટુ જ બનેલું.'
તમે શું સાચે જ એવું સૂચવા છે. કે પ્રગતિશીલ પશ્ચિમે પેાતાનું તત્ત્વજ્ઞાન પછાત પૂર્વની પાસેથી પ્રાપ્ત કર્યુ ? કદાપિ નહિ.? પુસ્તકવિક્રેતા દલીલ કરે છે.
કેમ નહિ ? તમારા એપુલીમસ પર ફરી નજર નાખા ને માહિતી મેળવા કે, પાયથાગેારસ કેવી રીતે ભારતમાં આવેલા, બ્રાહ્મણાએ એને જ્ઞાન આપેલું, વળી એનેા પણ વિચાર કરો કે યુરોપમાં પાછા આવ્યા પછી એણે પુનઃ મવાદના સિદ્ધાંત શીખવવાની શ—ાત કરી. આ તેા માત્ર ઉદાહરણ જ આપું છું. ખીજાં ઉદાહરણ પણ આપી શકાય. તમે કરેલા પછાત પૂર્વના શબ્દપ્રયેાગથી મને હસવું આવે છે. હજારા વરસે પહેલાં જ્યારે તમારા દેશવાસીઓને એવી સમસ્યાઓના અસ્તિત્વના ખ્યાલ પણ નહેાતા ત્યારે અમારા સંતપુરુષ તા એવી ગૂઢ સમસ્યાઓ પર વિચાર કરતા.’
એ થાડી વાર ઊભો રહે છે, અમારા તરફ આતુરતાથી જુએ છે, અને અમારા મગજમાં એના શબ્દો સારી પેઠે સમાઈ જાય તેની રાહ જુએ છે. વૃદ્ધ પુસ્તકવિક્રેતા મને જરા વ્યગ્ર લાગે છે. પહેલાં મેં કદી પણ એને આટલા બધા મૌનમાં ડૂબી ગયેલા અથવા બીજાની બૌદ્ધિક પ્રતિભાથી આટલે અંજાયેલા નહાતા જોયા. પેલા ગ્રાહકના શબ્દને મે શાંતિથી સાંભળ્યા છે. પરંતુ એના પર કાઈ જાતનેા અભિપ્રાય આપવાનેા પ્રયાસ હું નથી
Page #11
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
કરતે. હવે અમારી વચ્ચે વાર્તાલાપ પછીની શાંતિ પેદા થાય છે, એ શાંતિ અમને ગમે છે. એ ભારતવાસી અકસ્માત પાછો વળે છે અને અંદરના ઓરડામાં જઈને થોડી મિનિટ બાદ પોતે પસંદ કરેલા કીમતી પુસ્તકને લઈને આવી પહોંચે છે. પુસ્તકના પૈસા આપીને દુકાનમાંથી બહાર નીકળવાની તૈયારી કરે છે. એની બારણું તરફ જતી આકૃતિ તરફ હું આશ્ચર્યભરી આંખે જોયા કરું છું.
એકાએક પાછા વળીને એ મારી પાસે આવી પહોંચે છે. ખિસ્સામાંથી કાઢેલી કથળીમાંથી કાર્ડ કાઢીને મને આપતી વખતે
જરાક સ્મિત સાથે એ પૂછે છે, “આ વાતચીત મારી સાથે ચાલુ રાખવાનું તમને ગમશે ખરું ?”
મને આશ્ચર્ય તે થાય છે, છતાં પણ એ આમંત્રણને હું ખુશીથી સ્વીકાર કરું છું, એ મને કાર્ડ તે આપે જ છે, પરંતુ સાથે સાથે ભોજનનું આમંત્રણ પણ આપી જાય છે.
એમને ઘેર જઉં છું.” સાંજને સમયે એ અપરિચિત પુરુષના ઘરની શોધ કરતો હું નીકળી પડું છું. એ કામ એટલું બધું સુખદ ન હતું, કારણ કે રસ્તાઓને ઘેરી વળેલું ઘેરું ધુમ્મસ મારી સાથે જ ચાલતું હતું. શહેર પર ફરી વળતા તથા બત્તીઓને ઝાંખી કરતા ધુમ્મસના આવા હુમલાઓમાં કઈક કળાકારને કદાચ કોઈ અસાધારણ સૌન્દર્ય દેખા’ હશે. મારું મન ભાવિ મુલાકાતને માટે એટલું બધું ઉત્સુક છે, કે આજુબાજુના વાતાવરણમાં મને કશું સૌન્દર્ય દેખાતું નથી તેમ છતાં એને અણગમે પણ નથી થતો.
એકાએક દેખાતા એક વિશાળ દરવાજાને લીધે મારા પ્રવાસન અંત આવે છે. મારું સ્વાગત કરતા હોય એવી રીતે લેઢાના ટેકા પર બે મોટા દીવા બળી રહ્યા છે. ઘરમાં પ્રવેશ કરતી વખતે મને
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રવાસ માટેની પૂર્વભૂમિકા
૨૫
આનંદ સાથે આશ્ચર્ય થઈ રહ્યું છે. દેખીતી રીતે જ ઉત્તમ પ્રકારની રસવૃત્તિનું દર્શન કરાવતા અને છૂટે હાથે વેરેલા પૈસાથી સજાવેલા ઘરના અસાધારણ અંતર્ભાગને ભારતવાસીએ મને કેાઈ સંકેત નથી કર્યો.
હું એક વિશાળ ખંડમાં આવી પહોંચું છું. એના રંગબેરંગી ભપકાદાર શણગાર તથા સરસ ચિત્તાકર્ષક ફરનિચર પરથી એશિયાના કઈ વિશાળ રાજમહેલને એ ખંડ હેય એવી છાપ પડ્યા વિના નથી રહેતી. બહારને દરવાજો બંધ થતાંની સાથે જ ભૂરી, ઠંડી પશ્ચિમી દુનિયા જાણે કે દૂર થાય છે. ભારતીય અને ચીની પદ્ધતિને અસાધારણ સમવય સાધીને સમસ્ત ખંડ શણગારવામાં આવ્યો છે. મુખ્યત્વે લાલ, કાળા તથા સોનેરી રંગ વાપરવામાં આવ્યા છે. દીવાલ પર લાંબા થઈને પડેલા, શ્વાસમાંથી અગ્નિ કાઢતા રાક્ષસી સર્પોના જુદાજુદા ભરતકામવાળા સુંદર પડદાઓ લટકી રહ્યા છે, બધા જ ખૂણામાં કોતરી કાઢેલા સર્ષે મસ્તક ઊંચાં કરીને ભયંકર રીતે તાકી રહ્યા છે. એમની મદદથી કોતરકામના ઉત્તમોત્તમ કીમતી નમૂનાઓ તૈયાર કરેલા છે. એ રેશમી સોનેરી પડદાઓ બારણુની બંને બાજુ શોભી રહ્યા છે. આખાયે ઓરડામાં એવી તે ભરાવદાર ને મુલાયમ જાજમ પાથરી છે કે એમની અંદર બૂટ ઊંડે ઊતરી જાય છે. સગડીની બાજુમાં એક વિશાળ વ્યાઘ્રચર્મ બિછાવેલું છે.
ખૂણામાં પડેલા નાના ટેબલ પર મારી નજર પડે છે. એની ઉપર કાળા સખત લાકડાનું, સેનાને ઓપ ચઢાવેલાં બારણાંવાળું નાનું સરખું મંદિર છે. એની અંદર ખાલી જગ્યામાં કઈક ભારતીય દેવતાની મૂર્તિ દેખાય છે. એ મૂર્તિ સંભવતઃ બુદ્ધની મૂર્તિ છે. કારણ કે એની મુખાકૃતિ શાંત તથા ગૂઢ છે અને એની અનિમેષ આંખ નાસિકા પ્રતિ સ્થિર થયેલી છે.
મારા યજમાન મારો પ્રેમપૂર્વક સત્કાર કરે છે. એમણે સંપૂર્ણપણે કાળો ભજનવખતને પોશાક પહેર્યો છે. મને થઈ આવે છે કે, આવી વ્યક્તિઓ દુનિયાના કેઈ પણ વાતાવરણમાં આગળ
Page #13
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
પડતી તરી આવે. થોડીક મિનિટ પછી અમે બંને ભેજન કરવા બેસીએ છીએ. ટેબલ પર કેટલીક રસપ્રદ રકાબીઓ રાખવામાં આવે છે. કઢીના સૌથી પ્રથમ સ્વાદની દીક્ષા મને અહીં જ મળે છે. એ સ્વાદને હું કદી પણ નથી ભૂલી શક્યો. અમને પીરસનારે નોકર પણ એણે પહેરેલાં સફેદ જાકીટ તથા પાટલૂન, સોનેરી કમરપટા અને સ્વચ્છ ફેટાને લીધે ઘણું જ સુંદર દેખાવ રજૂ કરે છે.
ભજનના સમય દરમિયાનને અમારે વાર્તાલાપ ઉપરઉપરને અને સામાન્ય જે હોય છે. છતાં પણ મારા યજમાનને મુખમાંથી જે વાતો નીકળે છે, જે વિષયને એ સ્પર્શ કરે છે, તે વિશેના વિચારે જાણે કે છેવટના હોય એવું લાગ્યા વિના નથી રહેતું. એમનાં નિવેદનની ભાષા જ એવી છે કે, એ સંબંધી દલીલ કરવાને અવકાશ બહુ જ ઓછું રહે છે. એમનાં ઉચ્ચારણે એવાં ભારપૂર્વકનાં ને વિશ્વાસયુક્ત છે કે ચર્ચાતા વિષય પર એમને અભિપ્રાય અંતિમ લાગે છે. એમને શાંત પ્રતીતિજનક પ્રભાવ મારા પર છાપ પાડ્યા વિના નથી રહેતો.
કોફી પીતી વખતે એ પોતાના જીવન વિશે થોડેક ઉલ્લેખ કરે છે. એમણે લાંબી મુસાફરી કરી છે અને એમનાં સાધનો પણ સારાં છે. પોતે જ્યાં એક વરસ ગાળ્યું છે તે ચીનની એમના પર પડેલી વિવિધ છાપનું વર્ણન કરીને એ મને આનંદ આપે છે : જાપાની છાપ કહી બતાવીને એના આશ્ચર્યજનક ભાવિને સંક્ષેપમાં ઉલ્લેખ કરે છે. યુરોપ, અમેરિકા અને એથી પણ વધારે અવનવું લાગે એવું, સિરિયાના ખ્રિસ્તી મઠમાં એમણે નિવૃત્તિને થોડેક સમય પસાર કરે તે વખતના જીવનનું વર્ણન એ મારી આગળ કરી બતાવે છે.
અમે સિગારેટ સળગાવીએ છીએ ત્યારે પુસ્તકોની દુકાનમાં જે વિષય ચર્ચાયેલ તેને એ ઉલ્લેખ કરે છે; પરંતુ એ બીજી વાતની વિચારણા કરવાની પણ દેખીતી રીતે જ ઈચ્છા રાખે છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રવાસ માટેની પૂર્વભૂમિકા
૨૭
થોડા વખતમાં જ એ બીજા મેટા વિષયો તરફ વળે છે, અને ભારતના પ્રાચીન જ્ઞાનવારસા પર પ્રકાશ ફેકે છે.
અમારા સંત પુરુષોના કેટલાક સિદ્ધાંત પશ્ચિમમાં પહોંચી ચૂક્યા છે.” એ અસરકારક રીતે બતાવે છેઃ “પરંતુ કેટલીય બાબતોમાં સાચા ઉપદેશોની બાબતમાં ગેરસમજ પેદા થઈ છે. કેટલીક વાર એમને ખોટી રીતે ગ્રહણ કરવામાં આવ્યા છે. તે પણ, હું એની ફરિયાદ નથી કરતો. આજના ભારતની દશા કેવી છે ? એના ભૂતકાલીન ઉચ્ચતમ સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ એ નથી કરી રહ્યું. એની મહાનતા મટી ગઈ છે. એ ખરેખર દુઃખદ છે. વિવેક વગરની પ્રથાઓમાં અટવાઈને અને ધર્મની મિથ્યા માન્યતાઓને ગૂંચવાડામાં પડીને નિરર્થક ધાર્મિક બંધનોમાં બંધાયેલો જનસમાજ કેટલાક સિદ્ધાંતોને વળગી રહ્યો છે.”
એવા અધઃપતનનું કારણ શું ?” હું પ્રશ્ન કરું છું.
મારા યજમાન શાંત રહે છે. એકાદ મિનિટ ધીરેથી પસાર થાય છે. હું એમના તરફ જોયા કરું છું. એમની આંખ બારીક છતાં અર્ધબીડાયેલી બની જાય છે. પછી એમના મનમાં ભંગ પડે છે.
ખરેખર મારા મિત્ર ! એક વખત એ પણ હતો કે અમારા દેશમાં જીવનનાં રહસ્યોની શોધ કરી ચૂકેલા મહાન ઋષિઓ વાસ કરતા. સામાન્ય માણસથી માંડીને રાજામહારાજાઓ પણ એમની પાસેથી ઉપદેશ ગ્રહણ કરતા. એમની પ્રેરણાથી ભારતીય સંસ્કૃતિ એના સર્વોચ્ચ વિકાસશિખર પર પહોંચી ચૂકેલી. આજે એવા મહાપુરુષોનાં દર્શન ક્યાં થાય છે ? બેત્રણ મહાપુરુષો હશે પરંતુ એ પણ એકદમ અજ્ઞાત દશામાં, એમને વિશે કોઈ માહિતી ના મળે એવા, અને ચાલું જીવનપ્રવાહથી એકદમ દૂર. જ્યારથી એ મહાન સંતપુરુષો કે ઋષિઓ સમાજથી દૂર રહેવા લાગ્યા ત્યારથી અમારું પોતાનું અધઃપતન પણ શરૂ થયું.”
Page #15
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
એમનું મસ્તક નીચે નમે છે તે એમની હડપચી છાતીએ લાગે છે. છેલ્લા શબ્દાની સાથે એમના સ્વર ગમગીન બની જાય છે, ઘડી બે ઘડીને માટે મારાથી એ દૂર ચાલ્યા જાય છે, અને અમને અંતરાત્મા કરુણાજનક ગહન ધ્યાનમાં ડૂબી જાય છે.
૨૮
એમનું અત્યંત રસમય અને નિશ્ચિત રીતે આકર્ષક વ્યક્તિત્વ મારા પર એક વાર ફરી પેાતાના પ્રભાવ પાડે છે. કાળી અને તેજસ્વી આંખ સૂક્ષ્મ મનેાવૃત્તિનું દર્શન કરાવે છે. માયાળુ ને મૃદુ સ્વર પ્રેમાળ હયના પડધા પાડે છે. હું એક વાર ફરીથી અનુભવુ છુ, કે મને એ ગમે છે.
નોકર શાંતિપૂર્વક ઓરડામાં પ્રવેશ કરે છે અને ટેબલ પાસે આવી પહેાંચે છે. એ અગરબત્તી સળગાવે છે અને એને વાદળી ધુમાડા ઉપર ચઢે છે. આખા ઓરડામાં પૂર્વના દેશની ધૂપસળીની સરસ સુવાસ ફરી વળે છે. એ સુવાસ ખૂબખૂબ ગમે તેવી છે. મારા યજમાન એકાએક મસ્તક ઊંચુ કરીને મારા તરફ જુએ છે.
“ મેં તમને એવું કહ્યું કે બેત્રણ મહાપુરુષે હજી પણ છે ?’ એ વિલક્ષણ રીતે પ્રશ્ન કરે છે ને કહે છે: ‘ હા, બરાબર. મેં એવું કહેલું. મારે એક મહાન સંત સાથે સંબંધ હતા. એ એક સૌભાગ્ય હતું. જેને વિશે બીજાની આગળ હું ભાગ્યે જ વાતા કરું છું. એ મારા પિતા, પથપ્રદર્શીક, ગુરુ ને મિત્ર હતા. એમની અંદર ઈશ્વર જેવું ડહાપણ હતું. હું એમના પાતાના જ પુત્ર હેાઉં એવી રીતે એમના પર પ્રેમ રાખતા. જ્યારે જ્યારે એમની સાથે રહેવાને સેાનેરી સૌભાગ્યશાળી સમય મળતા ત્યારે ત્યારે જીવન ઘણું સુખદ લાગતું. એમની આસપાસના અલૌકિક વાતાવરણના પ્રભાવ એવા અજબ હતેા. કળાના શાખવાળા તથા સુંદરતાને આદર્શ માનનારા મને એમણે અનાથ, અપગ અને કૃoરાગીઓમાં પણ દેવી સૌનું દર્શન કરવાની કળા શીખવાડી. એવા લેાકેાથી હું પહેલાં ખેચેન
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રવાસ માટેની પૂર્વભૂમિકા
બનીને દૂર ભાગતો. શહેરથી દૂર પિતાના જંગલના આશ્રમમાં એ વાસ કરતા. એમના નિવાસસ્થાનમાં મારે એક દિવસ આકસ્મિક રીતે જવાનું થયેલું. એ પછી મેં એમની કેટલીક મુલાકાત લીધી ને બને તેટલું વધારે વખત એમની પાસે પસાર કર્યો. એમની પાસેથી મને ખૂબ ખૂબ શીખવા મળ્યું. હા, એવા પુરુષ કોઈ પણ દેશની મહત્તાને વધારી શકે છે.'
તે પછી જાહેર જીવનમાં પ્રવેશ કરીને એમણે ભારતની સેવા શા માટે ના કરી ?” હું નિખાલસતાથી પ્રશ્ન કરું છું.
ભારતવાસી પોતાનું માથું હલાવે છે.
એમના જેવા અસામાન્ય માનવના ખ્યાલોને સમજવાનું કામ અમારે માટે ઘણું જ કઠિન છે. એમને ઓળખવાનું કામ તમારા જેવા પશ્ચિમવાસીને માટે તો એથી પણ વધારે કઠિન બનશે. એવા માનવને ઉત્તર સંભવતઃ એ હશે કે સેવા તો મનની સંક્રામક શક્તિની મદદથી ગુપ્ત રીતે પણ કરી શકાય છે: અદ્રષ્ટ છતાં જીવંત રીતે દૂર રહીને પણ પોતાનો પ્રભાવ પાડી શકાય છે. એ કદાચ એવો ઉત્તર પણ આપી શકે કે રાહતનો નસીબવંતે સેનેરી સમય ન આવે ત્યાં સુધી અધઃપતન પામેલા સમાજે પિતાના પ્રારબ્ધને ભોગવવું જ રહ્યું.”
એ ઉત્તરથી મને આશ્ચર્ય થયાનું હું કબૂલ કરું છું.
“બરાબર છે, મારા મિત્ર, હું એવું જ ધારતો હતો. એ એમને અભિપ્રાય છે.
અમારે વિશેષ વાર્તાલાપ એ ચિરસ્મરણીય સાંજ પછી એમના અસાધારણ જ્ઞાન તથા વિશેષ પ્રતિભાશાળી વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને ખેંચાઈને એમની હું અવારનવાર મુલાકાત લઉં છું. એ મારી મહત્વાકાંક્ષાઓને ઢંઢોળે
Page #17
--------------------------------------------------------------------------
________________
૩૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
છે ને જીવનના રહસ્યને જાણવાની ઈચ્છાને સતેજ કરે છે. બૌદ્ધિક જિજ્ઞાસાને તૃપ્ત કરવા કરતાં સુયોગ્ય સુખની પ્રાપ્તિ માટે મારામાં એક પ્રકારની ઉત્તેજના ભરે છે.
એક સાંજે અમારે વાર્તાલાપ એ વળાંક લે છે જે મારે માટે મહત્વનાં પરિણામો પેદા કરે છે. પ્રસંગોપાત્ત એ પોતાના દેશવાસીઓના વિચિત્ર રીત-રિવાજનું અને એમની વિશિષ્ટ પ્રથાઓનું વર્ણન કરે છે, તે કોઈ વાર એમના અજબ જેવા દેશમાં રહેનારા
કેની કેટલીક જાતિઓને શબદોમાં ચિતાર આપે છે. એમાંની એક વિશેષ જાત એટલે કે યેગી પર આજે સાંજે એ પ્રકાશ પાડે છે. મને યેગી શબ્દના સાચા અર્થને કોઈ ચોક્કસ, મુદ્દાસરને ખ્યાલ નથી મળ્યો, એને વિશે મેં થોડુંઘણું વાંચ્યું છે ખરું, પરંતુ દરેક વખતે એ વાચન એટલું બધું વિરોધી લાગે છે કે પરિણામે સ્વાભાવિક રીતે જ ભ્રાંતિ પેદા થાય છે. એટલે મારા મિત્રની મારફત એ શબ્દનો પ્રયોગ થતે સાંભળીને હું એમને રોકીને એ વિશે વધારે માહિતી પૂરી પાડવાની પ્રાર્થના કરું છું.
માહિતી પૂરી પાડવામાં મને આનંદ આવશે.” એ ઉત્તર એ છેઃ “પરંતુ યોગીની કઈ એક ચોક્કસ વ્યાખ્યા આપવાનું મારે માટે મુશ્કેલ બનશે. મારા બાર દેશવાસીઓ એ શબ્દની વ્યાખ્યા બાર પ્રકારે જુદી જુદી આપશે. દાખલા તરીકે એ નામથી ઓળખનારા હજારે ભટકતા ભિખારીઓ પણ છે. એ લેકે ગામડાંઓમાં વિહાર કરે છે અને સમય સમય પરના સામૂહિક ધાર્મિક મેળાઓમાં ભાગ લે છે. એમાંના મોટા ભાગના આળસુના પીર અને બીજા અનર્થકારક હોય છે, તો કેટલાક પૂર્ણ અભણ, અને જેના ઓથા નીચે એ એકઠા થાય છે તે ગમાર્ગના ઇતિહાસ તથા સિદ્ધાંતોથી એકદમ અજાણ હોય છે.”
સિગારેટની રાખને ઘટાડવાના આશયથી એ વચ્ચે રેકાય છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રવાસ માટેની પૂર્વભૂમિકા
૩૧
છતાં પણ, વિશાળ હિમાલયની કાયમી છત્રછાયાવાળા ઋષિકેશ જેવા કેઈક સ્થળને પ્રવાસ કરે. ત્યાં તમને જુદી જ જાતના લેકે જોવા મળશે. એ સાદી કુટિરે કે ગુફાઓમાં વાસ કરે છે, ઓછા ખોરાક લે છે, અને ઈશ્વરને સતત પ્રાર્થના કરે છે. ધર્મ એમને શ્વાસોચ્છવાસ છે. એમનાં મન એમાં દિવસરાત લાગેલાં રહે છે. ઉત્તમ ધર્મગ્રંથોનું અધ્યયન તથા પ્રાર્થના કરનારા એ લેકે મોટે ભાગે સારા હોય છે. એ પણ યોગી કહેવાય છે. પરંતુ અજ્ઞાન લેકે માટે બોજારૂપ બનનારા ભિક્ષુકોની સાથે એમની સરખામણી ક્યાં થઈ શકે તેમ છે ? યેગી શબ્દ કેટલો બધે રહસ્યમય છે તે તમે સમજી શકે છે ને? એ બંને જાતના યોગીઓના વર્ગ કરતાં જુદા એવા બીજા પણ છે જેમનામાં એ બંનેના સ્વભાવનું સંમિશ્રણ થયું છે.”
અને યોગીઓની અસાધારણ શક્તિઓના સંબંધમાં પણ ઘણી વાતો વહેતી થઈ છે.” હું ટીકા કરું છું.
એ હસતાં હસતાં કહેવા માંડે છે : “હજુ આગળની બીજી વ્યાખ્યા સાંભળવાની બાકી છે. મોટાં શહેરથી દૂર એકાંત આશ્રમમાં, વેરાન જંગલો ને પર્વતની ગુફાઓનાં શાન્ત સ્થાનોમાં બીજી અવનવી વ્યક્તિઓ પણ વસે છે જે એમની માન્યતા મુજબની અસાધારણ શક્તિઓને આપનારી સાધનાઓમાં એમના જીવનને સમગ્ર સમય પસાર કરે છે. એમનામાંની કેટલીક વ્યક્તિઓ ધર્મના બધા જ ઉલ્લેખને ઘોળીને પી જાય છે અને એના પ્રત્યે ઉપેક્ષાભાવ બતાવે છે. કેટલાક તો ખૂબ ધાર્મિક પણ હોય છે. છતાં પણ પ્રકૃતિનાં અદષ્ટ અને સ્થિર બળો પર વિજય મેળવવા માટેના સંઘર્ષમાં તે એ બધા જ સંયુક્ત રીતે જોડાયેલા છે. ભારત કદી પણ આધ્યાત્મિક દુનિયાનાં રહસ્યો સિવાયનું કે ગુપ્ત શકિતઓ વિનાનું નથી રહ્યું, અને અસાધારણ શક્તિઓનું પ્રદર્શન કરનારા સિદ્ધોની વાત પણ કેટલીય છે. એવી બધી વ્યક્તિઓ પણ ગી કહેવાય છે.”
Page #19
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
• તમે એવા પુરુષને જોયા છે? એમની વાતેામાં તમને વિશ્વાસ છે ? ” હું નિખાલસતાપૂર્વક પ્રશ્ન કરું છું.
"
૩૨
એ શાંત રહે છે. પેાતાના પ્રત્યુત્તર માટેની યાગ્ય ભાષાને એ શાધતા હેાય એવી છાપ પડે છે.
ટેબલ પરના મદિર પર મારી દૃષ્ટિ પડે છે. મને લાગે છે કે ઓરડામાં ફરી વળતા આછા પ્રકાશમાં એપ ચડાવેલા લાકડાના કમળના સિંહાસન પરથી, બુદ્ધે મારા તરફ કૃપાપૂર્વક સ્મિત કરી રહ્યા છે. અડધી મિનિટ સુધી મને એવું લાગે છે કે વાતાવરણમાં કાંઈક વિલક્ષણતા છે. પરંતુ એટલામાં તે ભારતવાસીના સ્પષ્ટ સ્વર મારા વિચારામાં ભંગ પાડે છે અને મારા કલ્પનાવિહાર અટકાવે છે.
પેાતાના ખમીસના કૅાલર પાછળથી કશુંક બહાર કાઢીને મને ખતાવવાના ઉદ્દેશથી હાથમાં પકડી રાખતાં એ શાંતિપૂર્વક શરૂ કરે છે: ‘ જુએ હું બ્રાહ્મણ છું, આ મારી જનાઈ છે. હજારો વરસની કડક અલગતાને લીધે મારી જ્ઞાતિમાં ચારિત્ર્યની કેટલીક સ્વાભાવિક જન્મજાત ખાસિયતાના ઉદ્ય થયા છે. પશ્ચિમની કેળવણી તથા પશ્ચિમની મુસાફરીથી એના અંત નથી આવે એવા. બ્રાહ્મણુ તરીકે આ વસ્તુએ મને જન્મથી જ વારસામાં મળી છે : સર્વોત્તમ શક્તિમાં વિશ્વાસ, અસાધારણ શક્તિઓના અસ્તિત્વની માન્યતા, અને માનવની આત્મિક ઉત્ક્રાન્તિમાં શ્રદ્ધા. હું ધારુ' તાપણુ એમને નાશ ના કરી શકું. જ્યારે પણ એ મુદ્દા પેદા થાય છે ત્યારે તર્કશક્તિનું કશું જ નથી ચાલતું. એટલે તમારી આધુનિક વિદ્યાએના સિદ્ધાંતા અને એમની પદ્ધતિઓની સાથે મારી સહાનુભૂતિ હાવા છતાં, મારી માન્યતાઓ વિશે હું એમને માનું છું એના વિના ખીજો શા ઉત્તર આપું ? '
>
થાડાક વખત મારા તરફ ધારીને જોયા પછી એ આગળ ચલાવે છે :
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રવાસ માટેની પૂર્વભૂમિકા
૩૭
કરે છે ને રસવૃત્તિને વધારે છે. પત્રકારિત્વના મારા વ્યવસાયે અસામાન્ય વસ્તુને અસામાન્ય સૂક્ષ્મતાથી કસવાની વૃત્તિ મારામાં પેદા કરી છે. ગ જેવા ઘણા ઓછા જાણીતા માર્ગની શોધ કરવાની સંભાવના મને મુગ્ધ કરે છે. મારી કલ્પનાને વધારે ને વધારે વિશાળ બનાવવા અને અવસર મળતાં ભારતની પહેલી સ્ટીમરમાં બેસી જવાને હું નિર્ણય કરું છું.
ઊગતા સૂર્યના પ્રદેશમાં પ્રવાસ કરવા માટેના મારા નિર્ણયને છેવટને બનાવવામાં જે પૂર્વીય મિત્રે ફાળો આપ્યો છે તે કેટલાક મહિના લગી એમને ઘેર મારે સત્કાર કરતા રહે છે. જીવનના ઘૂઘવતા સાગરમાંથી આગળ વધવામાં એ મને મદદ કરે છે. અને એ છતાં એના અજ્ઞાત પાણી પરથી પસાર કરનારા નાવિકને પાઠ ભજવવાની ના પાડે છે. કોઈ પણ યુવકને માટે પોતે ક્યાં છે એ જાણવાનું, પિતાની સુષુપ્ત શક્તિઓને પરિચય પામવાનું, અને પિતાના વિચારોને
સ્પષ્ટ કરવાનું ઘણું મહત્ત્વનું છે. અને એમાં મદદરૂપ થવા મારા જીવનમાં આરંભના આશીર્વાદરૂપે આવેલા એ પુરુષ પ્રત્યે મારી કૃતજ્ઞતા બતાવું એ અનુચિત નહિ લેખાય. એક અમંગલ દિવસે ભાગ્યચક્ર ફરે છે અને અમે વિખૂટા પડીએ છીએ. થોડાં જ વરસમાં એમના દેખીતી રીતે જ અકસ્માતથી થયેલા મરણના સમાચાર મને સાંભળવા મળે છે.
મારી મુસાફરી માટે સમય અને સંજોગો પ્રતિકૂળ છે. આશા અને કામનાને લીધે જે જવાબદારીઓ આવી પડે છે એમાંથી છૂટવાનું સહેલાઈથી શક્ય નથી હોતું. મારી આજુબાજુના જીવનસંઘર્ષમાં ભળી જઈને પ્રતીક્ષા કર્યા સિવાય બીજો કોઈ રસતો મારી પાસે નથી રહેતો.
ભારતવાસીની ભવિષ્યવાણીમાંને મારો વિશ્વાસ કદી પણ નથી તૂટતે. એક દિવસ એક અણધાર્યા સમર્થનથી એને વેગ મળે છે.
ભા. આ. ૨. . ૩
Page #21
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ધંધાકીય બાબતોને લીધે મારે કેટલાક કાળ સુધી એક એવા પુરુષના પરિચયમાં આવવાનું બને છે જેને માટે મને ઊંડું માન તથા મૈત્રીભાવ છે. એ અત્યંત ચતુર છે અને માનવસ્વભાવને બારીક રીતે અને સંપૂર્ણપણે સમજી શકે છે. વરસો પહેલાં અમારી એક યુનિવર્સિટીમાં એ ફીઝીઓલોજીના પ્રોફેસર હતા, પરંતુ એ જીવનમાં એમને રસ ન હતો. એને ત્યાગ કરીને બુદ્ધિને વધારે વ્યવહારુ ઉપયોગ કરવા માટે એમણે ઘાસચારાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. થોડો વખત તો મોટા મોટા ઉદ્યોગપતિઓના સલાહકાર તરીકે કામ કર્યું. મોટી કંપનીઓના માલિકો પાસેથી મોટી ફી લેવાની વાતો એમણે કેટલીય વાર કહી બતાવેલી.
બીજાને પુરુષાર્થમાં પ્રેરવાની કુદરતી બક્ષીસ સાથે એમને જન્મ થયો છે. ઓફિસના નેકરથી માંડીને લાખોપતિ જેના પણ પરિચયમાં એ આવે છે તે એમના સંસર્ગમાંથી ન ઉત્સાહ ને મદદ પ્રાપ્ત કરે છે. ધંધામાં તથા વ્યક્તિગત વિષયોમાં એમની પ્રેરણા ને દૂરદર્શિતા આશ્ચર્યકારક રીતે સારી ઠરતી હોવાથી, એમની પ્રત્યેક સલાહ હુ ધ્યાનમાં રાખું છું. મને એમના સમાગમમાં એટલા માટે પણ આનંદ આવે છે કે એમની પોતાની પ્રકૃતિના બાહ્યાભ્યતર નિરીક્ષણનો સમન્વય એ સફળતાપૂર્વક કરી શક્યા છે. એને લીધે એક પળમાં તત્ત્વજ્ઞાનની ઊંડ ચર્ચા કરે છે તો બીજી જ પળે ધંધાકીય સમાચાર સાંભળે છે. વધુમાં એ દી નીરસ નથી લાગતા, પરંતુ હંમેશાં વિનોદી અને હસમુખા દેખાય છે.
એમના અંગત મિત્રમાંના એક તરીકે એ મારે સ્વીકાર કરે છે. કોઈ વાર અમે કલાકે લગી સાથે કામ કરીએ છીએ અને આનંદ માણીએ છીએ. એમની વાત સાંભળતાં મને કંટાળે નથી આવતો, કારણ કે એમના વિષયેનું વૈવિધ્ય મને પરવશ કરે છે. એક સાધારણ મગજમાં આટલા બધા જ્ઞાનને સમાવેશ થયેલ જોઈને મને વારંવાર વિસ્મય થાય છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રવાસ માટેની પૂર્વભૂમિકા
, એક રાતે અમે સાથે સાથે સુંદર બત્તીઓવાળી, સરસ રીતે બનાવેલી રસાઈવાળી, બોહેમિયન હોટલમાં જમવા જઈએ છીએ. ભોજન પૂરું કર્યા પછી, આકાશમાં દેખાતા પૂનમના ચંદ્રપ્રકાશથી મુગ્ધ બનીને, અમે ઘર તરફ પગપાળા જ ચાલવાનો નિર્ણય કરીએ છીએ.
સાંજના મોટા ભાગના વખત દરમિયાન અમારો વાર્તાલાપ સાદે અને હળવે હતો, પરંતુ શહેરની શાંત શેરીઓમાં આગળ ને આગળ વધતા ગયા તેમ તે તત્ત્વજ્ઞાનના ઊંડાણમાં ઊતરતો ગયો. રાત્રીની અમારી મુસાફરીને અંતે અમે એવા ગૂઢ વિષયની ચર્ચા કરીએ છીએ કે મારા મિત્રની મુલાકાતીઓ એમનાં નામ સાંભળીને પણ ભય પામે. એમના ઘરના બારણની બહાર ઊભા રહીને એ વિદાયને હાથ લંબાવે છે. મારે હાથ પકડતી વખતે એ ગંભીર સ્વરમાં સંબોધીને કહેવા માંડે છે :
“ આ વ્યવસાય તમારે નહોતો કરવો જોઈતો. શાહીને તાજી રાખનારા લેખનના કાર્યમાં પડેલા તમે ખરેખર કેઈક ફિલસૂફ છે. કેઈક યુનિવર્સિટીમાં દાખલ થઈને શાંત સંશોધનમાં તમારું જીવન તમે શા માટે ના ગાળ્યું? મગજના સૂક્ષ્મતમ પ્રદેશમાં પરિભ્રમણ કરવાનું તમને પસંદ છે. મનના મૂળને પ્રાપ્ત કરવાનો તમારો પ્રયાસ છે. એક દિવસ તમે ભારતના યોગીઓ, તિબેટના લામાઓ અને જાપાનના ઝેન સાધુઓને શોધવા માટે નીકળી પડશે. તે પછી કેટલાંક રહસ્યમય વર્ણને લખશો. ગુડ નાઈટ !”
એ યોગીઓ વિશે તમે શું ધારો છો?'
એમણે પિતાનું મસ્તક નીચે નમાવીને મારા કાનમાં ધીમેથી કહેવા માંડયું :
મારા મિત્ર, એમની વાત એ જ જાણે છે, એ જ જાણે છે.”
Page #23
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
હું અત્યંત અચરજ પામીને ચાલવા માંડું છું. પૂર્વને મારે પ્રવાસ લાંબા વખત પહેલાં થવાની સંભાવના નથી લાગતી. પ્રવૃત્તિઓની પરંપરામાં હું એ તે ઊંડે ડૂબતો જાઉં છું કે એમાંથી બહાર નીકળવાનું પ્રમાણમાં ઘણું મુશ્કેલ લાગે છે. થોડા વખત તે નિરાશાવાદથી પણ ઘેરાઈ જાઉં છું. અંગત આશાઓ અને વ્યક્તિગત બંધનોની ભુલભુલામણીમાં બંધાયેલા રહેવાની પ્રારબ્ધ મને સજા ફરમાવી છે કે શું ?
પ્રારબ્ધના અદષ્ટ લખાણની મારી કલ્પના પેટી ઠરે છે. ભાગ્યદેવતાના આદેશ પ્રત્યેક દિવસે છૂટતા જાય છે, અને એમને વાંચવાની શક્તિ ના હોવા છતાં, અજ્ઞાત રીતે પણ આપણે એમનું પાલન કરતા જઈએ છીએ. બાર મહિના પૂરા થતાં પહેલાં જ મારે મુંબાઈના એલેક્ઝાંડ્રા ડોકમાં ઊતરવાનું થાય છે. એ પૂર્વીય નગરના પચરંગી જીવનમાં ભળી જવાનો અને એના પચરંગીપણમાં ફાળો આપનારી એશિયાની વિભિન્ન ભાષાઓને સાંભળવાનો અવસર મને આવી મળે છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
ઇજિપ્તના જાદુગર
એ હકીકત સાચી છે, અને કદાચ રહસ્યમય પણ છે, કે મારી વિચિત્ર શોધમાં ભાગ્યને અજમાવવાની મેં શરૂઆત કરી તે પહેલાં નસીબ પતે જ મારી શોધ કરતું આવી પહોંચ્યું. એક પ્રવાસી તરીકેના મુંબાઈનાં દર્શનીય સ્થળને જેવાના હકનો મેં ઉપયોગ નથી કર્યો. શહેરના સંબંધમાં હું જે કાંઈ જાણું છું તેને એક પોસ્ટકાર્ડમાં સમાવી શકાય તેમ છે. એક સિવાયની મારી બધી જ પેટીઓ ખોલેલી શાંત દશામાં પડી રહેલી. સ્ટીમર પરના સંસર્ગ દરમિયાન મને જાણવા મળેલું કે મેજેસ્ટીક હોટલ શહેરની બધી હોટલમાં સૌથી વધારે આરામદાયક છે. એટલે મારી બધી પ્રવૃત્તિ એ હોટલના મારી આજુબાજુના વાતાવરણથી પરિચિત થવાના પ્રયાસ માટે થઈ રહેલી. એ પ્રવૃત્તિને પરિણામે મને એક આશ્ચર્યકારક માહિતી મળી. એ હોટલમાં મહેમાનરૂપે જાદુગરના કુટુંબી જેવો, મંત્રોને ભણનારો, અથવા ટૂંકમાં કહું તો, ચમત્કાર કરનારે માનવ રહેતો હતો.
મંત્રમુગ્ધ બનેલા સામાન્ય પ્રેક્ષકની મદદથી પિતાના અને થિયેટરવાળા કિમતને ચમકાવનારા હાથચાલાકી કરનારા જાદુગરમાંના એક જે એને ના સમજતા. રજન્ટ સ્ટ્રીટ કરતાં વધારે રસાળ વાતાવરણની વચ્ચે મુશ્કેલીન અને ડેન્ટ જેવાના પ્રયોગોનું અનુ
Page #25
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
કરણ કરવાની કેશિશ કરનારી કોઈ ચતુર વ્યક્તિરૂપે પણ એને ના માની લેતા. એ પુરુષ તો મધ્યકાળના જાદુગરોની શ્રેણીના હતા. સાધારણ રીતે લેકે જેમને નથી દેખી શકતા પરંતુ એ જેમને
સ્પષ્ટ રીતે જોઈ શકતા, એવા રહસ્યમય આત્માઓની સાથે એમને હંમેશાં કામ પડતું. એમણે એવી પ્રતિષ્ઠા પેદા કરેલી. હોટલના કર્મચારીઓ એમના તરફ ભયભીત નજરે જોતા અને મંદ સ્વરે એમને વિષે વાત કરતા. જ્યારે જ્યારે એ પસાર થતા ત્યારે ત્યારે બીજા લેકે તરત જ પોતાની વાતો બંધ કરતા, અને ગભરાયેલી, જિજ્ઞાસાભરી નજરે જોઈ રહેતા. એ એમની સાથે કોઈ ખાસ વાતચીત ના કરતા, તેમ જ સામાન્ય રીતે એકલા જમવાનું જ પસંદ કરતા.
અમારી દષ્ટિએ એ વિશેષ રહસ્યમય તો એટલા માટે લાગતા કે એ અંગ્રેજ કે ભારતીય નાગરિક ન હતા. એ નાઈલ નદીના પ્રદેશના પ્રવાસી હતા, અથવા સાચું કહીએ તો ઈજિપ્તની જાદુગર !
મહમદ બેને બહાર દેખાવ એમની ઊંચી શક્તિઓ સાથે જરા પણ બંધબેસતો નહોતો લાગતો. મારી કલ્પના પ્રમાણેના ગંભીર વદન અને પાતળા શરીરને બદલે એમનું વદન દેખાવડું અને હસતું હતું. એમનું શરીર સુદઢ તથા એમના ખભા વિશાળ હતા. અને એમની ચાલ પણ કર્તવ્યપરાયણ મનુષ્યના જેવી ઝડપી હતી. સફેદ ઝભ્ભો કે વિશાળ કફની પહેરવાને બદલે એમણે સુંદર બંધબેસત, આધુનિક પોશાક ધારણ કરેલ. પેરિસની ઉત્તમ પ્રકારની હોટલમાં એકાદ સાંજને સમયે જોવા મળતા ફાન્સ દેશના નિવાસીને એ બરાબર મળતા આવતા.
બાકીના આખાયે દિવસ દરમ્યાન એ વાતને મેં વાગોળ્યા કરી. સવારે એક સ્પષ્ટ નિર્ણય સાથે હું જાગી ગયો. મહમદ બેની મુલાકાત લઈને વર્તમાનપત્રના મારા સહધર્મીઓની ભાષામાં કહું તો એમની જીવનકથા સાંભળવાને મેં સંકલ્પ કર્યો.
Page #26
--------------------------------------------------------------------------
________________
ઇજિપ્તના જાદુગર
મુલાકાત માટેની કાપલીની પાછળ મારી ઇચ્છાને વ્યક્ત કરતી ડીક લીટીઓ મેં લખી નાખી, અને એની જમણી બાજુએ એવી નાજુક આકૃતિઓ દેરી જેના પરથી એ સ્પષ્ટ સમજી શકાય કે એમની પરંપરાગત ગૂઢ વિદ્યાથી હું એકદમ અજાણ તે નથી જ. અને જે મને એમની મુલાકાત મેળવવામાં મદદ કરે. એક ધીમી ચાલે ચાલનારા નોકરને મેં એ કાપલી આપી, વધુમાં એક રૂપિયા પણ આપે, અને એને ઉપર જાદુગરના ઓરડામાં મેકલ્ય.
પાંચ મિનિટ પછી એનો ઉત્તર આવી ગયોઃ “મહમદ બે તમને અત્યારે જ મળી શકશે. એ નાસ્તો કરવાની તૈયારીમાં છે અને તમને નાસ્તામાં જોડાવાનું આમંત્રણ આપે છે.”
એ પહેલી સફળતાથી મારે ઉત્સાહ વધી ગયે. નેકર સાથે દાદર ચઢીને ઉપર જતાંવેંત જ મેં મહમદ બેને એક ટેબલ પાસે બેઠેલા જોયા. એના પર ચા, પાંઉ તથા મુરબ્બો હતો. એ મારા સત્કારમાં ઊભા ના થયા. એને બદલે સામે પડેલી ખુરશી તરફ આંગળી કરીને ચોખ્ખા, પડ પાડતા સ્વરમાં કહેવા માંડયા :
બેસો. માફ કરજો; હું કોઈની સાથે હાથ નથી મેળવતો.”
એમણે રાખેડી રંગને ખુલ્લો ઝભ્ભો પહેરેલ. એમના મસ્તક પર બદામી રંગના વાળને જ હતો. એમના કપાળ પર વાંકડિયા વાળની લટો ફેલાઈ રહી હતી. એમણે પ્રશ્ન કર્યો ત્યારે સુંદર સ્મિતની પાછળથી એમના સફેદ દૂધ જેવા દાંત પ્રકાશી ઊઠયાઃ
તમે મારી સાથે નાસ્તો કરશો કે?”
મેં એમને આભાર માન્ય. ચા પીતાં પીતાં એમની હોટલમાંની પ્રતિષ્ઠા વિશે તથા લાંબા વખતના વિચાર પછી મેં એમની પાસે પહોંચવાના નિર્ણય વિશે વાત કરી. એ સાંભળીને એ હસી પડ્યા, પોતાની અસહાયતા બતાવતા હોય એવી રીતે હાથ ઊંચો કર્યો, અને કશું જ ના બોલ્યા,
Page #27
--------------------------------------------------------------------------
________________
૪૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં.
થોડો વખત વીત્યા પછી એમણે પૂછયું : “તમે કઈ વર્તમાનપત્રનું પ્રતિનિધિત્વ કરે છે ?'
“ના. ભારતમાં હું અંગત કાર્ય માટે જ આવ્યો છું કેટલીક અવનવી માહિતી મેળવવા, અને શક્ય હોય તો લેખનકાર્યમાં મદદ મળે તેવી કેટલીક ને તૈયાર કરવા
અહીં તમે લાંબે વખત રહેવા માગો છે ?”
એને બધો આધાર સંજોગો પર છે. મેં કઈ વખત નથી નક્કી કર્યો.” મેં ઉત્તર આપ્યો, અને એવી વિચિત્ર લાગણી અનુભવી કે આ તો જે મુલાકાતી છે તેની જ મુલાકાત લેવાઈ રહી છે. પરંતુ એમના આગળના શબ્દોએ મારો ભાવ બદલી નાખ્યો.
“હું પોતે પણ અહીંના લાંબા પ્રવાસે આવ્યો છું. એક વરસ પણ થાય અને બે વરસ પણ થઈ જાય, પછી દૂર પૂર્વમાં જવાને - વિચાર કરી રહ્યો છું. ઈશ્વરની ઈચ્છા હશે તે દુનિયાનું દર્શન કરીને ઈજિપ્તના મારા ઘેર પાછો ફરીશ.”
નાસ્ત પૂરું થયું એટલે નેકરે અંદર આવીને ટેબલ સાફ ર્યું, મને થયું કે ઊંડા પાણીમાં ડૂબકી મારવાને અવસર આવી પહોંચ્યો છે.
તમે જાદુઈ શક્તિઓ ધરાવે છે એ વાત સાચી છે?” મેં એમને ખાસ પ્રશ્ન પૂછી કાઢયો.
એમણે શાંતિ તથા શ્રદ્ધાપૂર્વક ઉત્તર આપ્યો: “સર્વશક્તિમાન ઈશ્વરે મને એવી શક્તિઓ આપી છે ખરી.
હું શાંત રહ્યો. એમની ઘેરી રતૂમડી આંખ મારા તરફ સ્થિર થઈ.
મારી શક્તિઓને પ્રયોગ કરી બતાવું તે તમને ગમશે ?” એમણે એકાએક પ્રશ્ન કર્યો.
Page #28
--------------------------------------------------------------------------
________________
ઇજિપ્તના જાદુગર
૪૫
એમણે મારી ઈચ્છાને બરાબર ઓળખી લીધી. મેં સંમતિ આપી.
“ઠીક, તમારી પાસે પેન્સિલ તથા કાગળ છે ?”
ખિસ્સામાંથી નેટબુક કાઢીને એનું એક પાનું મેં ફાડી આપ્યું અને એમને પેન્સિલ આપી.
“બરાબર. હવે કાગળ પર થોડાક પ્રશ્નો લખી દે.” એમ કહીને એ બારીની પાસેના ટેબલ પાસે બેસી ગયા. મારી તરફ એમણે અડધી પીઠ કરી અને નીચેની શેરી તરફ જવા માંડયું. અમારી વચ્ચે થોડાક ફીટની જગ્યા ખાલી હતી.
કઈ જાતના પ્રશ્નો લખું ?” મેં કુતૂહલ બતાવ્યું. તમને જે ગમે તે.” તેમણે તરત જ ઉત્તર આપ્યો.
મારા મગજમાં વિચારે રમવા માંડ્યા. આખરે મેં એક ટ્રકે પ્રશ્ન લખી કાઢો : “ચાર વરસ પહેલાં હું ક્યાં રહેતું હતું ?”
“હવે નાનામાં નાને સમચોરસ થાય ત્યાં સુધી એ કાગળને ઉપરાઉપરી વાળતા જાઓ.” એમણે સૂચના આપી : “એને એટલે બને તેટલે નાને કરે.”
મેં એ પ્રમાણે કરી દીધું એટલે પિતાની ખુરશી મારા ટેબલ પાસે ખેંચીને એ ફરીથી મારી સામે બેસી ગયા.
તમારા જમણા હાથની હથેળીમાં કાગળ તથા પેન્સિલ બંનેને મજબૂત રીતે પકડી રાખે.”
બંને વસ્તુઓને મેં જોરથી પકડી રાખી. ઈજિપ્તવાસીએ આંખ બંધ કરી. જાણે કે એ ઊંડા ધ્યાનમાં ડૂબી ગયા. પછી એમણે આંખ ખોલી, રતૂમડી આંખે મારી તરફ સ્થિરતાથી જોઈ રહ્યા અને શાંતિથી કહેવા લાગ્યા :
તમે એ પ્રશ્ન પૂછે કે ચાર વરસ પહેલાં હું ક્યાં રહેતો હતો ?”
Page #29
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખાજમાં
બરાબર છે.' મે` આશ્ચર્ય ચકિત થઈને ઉત્તર આપ્યા. મનની વાતને જાણી લેવાના આ અસાધારણ પ્રયાગ કહેવાય !
૪૬
.
‘હવે કાગળના ટુકડાની ગડી કાઢી નાખે.’ એમણે સૂચના કરી, કાગળના નાના ટુકડાને ટેબલ પર મૂકીને મેં પહેાળા તે સરખા કર્યો. હવે તે પહેલાંના આકારના બની ગયા.
'
એનું અવલાકન કરો.'
એમણે આજ્ઞા કરી.
મેં એ પ્રમાણે કર્યું તેા એક અજબ જેવી વસ્તુ જોવા મળી. ચાર વરસ પહેલાં જે શહેરમાં હું રહેતા હતા તે શહેરનું નામ કાઈ અદૃશ્ય હાથે એ કાગળ પર પેન્સિલથી લખી નાખેલું. મારા પ્રશ્નની નીચે જ એ ઉત્તર લખવામાં આવેલા.
મહમદ બેએ સફળતાપૂર્વક સ્મિત કર્યુ..
· એ જવાબ છે. એ શું સાચેા છે ? ’ એમણે ખુલાસા માગ્યા. મે એમને આ ભરી સંમતિ પૂરી પાડી. મારી માંત્રમુગ્ધતાને પાર નહેાતા. એમનેા પ્રયાગ માનવા જેવા નહોતા લાગતા. વધારે ચેાકસાઈ કરવા માટે મેં એમને એ પ્રયાગનું પુનરાવન કરવા કહ્યું. એમણે મારી માગણી મજૂર રાખી, અને મેં ખીજો પ્રશ્ન તૈયાર કર્યો, તે પહેલાં તે મારા લખાણને વાંચવા જેટલા પાસે હતા એવા શકય આક્ષેપને અંત લાવવા, ખારી પાસે પહેાંચી ગયા. મેં એમના તરફ ઝીણવટથી જોયા કર્યું તેા જણાયું કે એમની નજર નીચેના રસ્તા પરના સુંદર દેખાવ પર મંડાયેલી હતી.
એક વાર ફરીથી મેં કાગળની ગડી વાળી અને મારા હાથની પેન્સિલ સાથે દુખાવી રાખ્યા. ટેબલ પાસે પાછા ફરીને આંખ ખંધ કરીને એ ઊંડા ધ્યાનમાં હૂખી ગયા, અને પછી ખેાલ્યાં : તમારા બીજો પ્રશ્ન એ છે કે બે વરસ પહેલાં હું કયા પત્રનું સંપાદન ફરતા હતા.’
.
Page #30
--------------------------------------------------------------------------
________________
ઈજિપ્તના જાદુગર
એમણે મારા પ્રશ્નનો ઉત્તર ફરી વાર પણ બરાબર આપે. મને થયું કે એ વિચારોને જાણી લેવાની શક્તિનું જ પરિણામ હશે.
મારા જમણા હાથમાં કાગળ એક વાર ફરીથી સીધો કરવાની એમણે સૂચના કરી. મેં કાગળને ટેબલ પર પહોળો કર્યો તે મારી નવાઈ વચ્ચે કાગળ પર કઢંગી રીતે પેન્સિલની મદદથી જે પત્રનું મેં સંપાદન કરેલું તે પત્રનું જ નામ જોયું!
જાદુ ! એ વાતને જાદુમાં ખપાવવી મને ઠીક નથી લાગતી. કાગળ તથા પેન્સિલ મારા જ ખિસ્સામાંથી બહાર કાઢેલાં. પ્રશ્નો પણ પહેલેથી ગોઠવી નહોતા રાખ્યા, અને મહમદ બેએ દરેક વખતે અમારા બંનેની વચ્ચે થોડાક ફીટનું અંતર કાળજીપૂર્વક બાકી રાખેલું. વળી આખાયે પ્રયોગ સવારના પ્રકાશમય વાતાવરણમાં કરવામાં આવેલ.
વશીકરણ વિદ્યા ? એ વિષયનો મને અભ્યાસ હતો, અને એના અનુચિત પ્રયોગ દ્વારા અસર પેદા કરવાના પ્રયત્નનો પણ ખ્યાલ હતો. એની સામેના સંરક્ષણની પણ ખબર હતી. અને પ્રત્યુત્તરરૂપે લખાયેલા રહસ્યમય શબ્દો હજુ પણ કાગળ પર કાયમ છે.
(કાગળને એ ટુકડે કેટલાક મહિના સુધી મારી પાસે રહ્યો અને એ વખત દરમિયાન એના પરનું લખાણ તાજું જ રહ્યું. ત્રણચાર જણને મેં એ કાગળ બતાવેલા અને એમણે એ ઉમેરાયેલા ઉત્તરે ઓળખી કાઢેલા પણ ખરા. એટલે એ આખાયે અનુભવ ભ્રાંતિરૂપ છે એવું ના કહી શકાય.)
મારી મૂંઝવણને પાર ન રહ્યો. એ ઈજિપ્તવાસીને મેં ત્રીજી વાર પ્રયોગ કરવાની પ્રાર્થના કરી અને છેલ્લી વાર પ્રયોગ કરી બતાવવા માટેની મારી પ્રાર્થના એમણે માન્ય રાખી. એમનો એ પ્રયોગ પણ સંપૂર્ણપણે સફળ થયો.
Page #31
--------------------------------------------------------------------------
________________
૪૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
સત્ય હકીકતનો ઇનકાર ના કરી શકાય. મારી માન્યતા મુજબ એમણે મારા મનને વાંચી લીધું કઈ અવર્ણનીય જાદુઈ શક્તિથી મારા હાથમાં મજબૂત રીતે પકડેલા કાગળના ટુકડા પર, ગમે તે રીતે પણ કંઈક અદષ્ટ હાથની મદદથી કેટલાક શબ્દ લખી કાઢયા; અને આખરે એ શબ્દોએ મારા પ્રશ્નના સાચા ઉત્તર પૂરા પાડ્યા.
એને માટે એમણે કઈ વિચિત્ર પ્રક્રિયાની આધાર લીધે?
એ વિષય પર વધારે ને વધારે વિચાર કરવાથી સૂક્ષ્મ શક્તિઓના અસ્તિત્વની વાત મને સાચી લાગી, સામાન્ય વ્યક્તિ એ વાતને નહિ માની શકે. સ્વાભાવિક અને સપાટી પરના અસ્તિત્વ કરતાં એ અસ્તિત્વ નિરાળું અથવા અલગ છે. મારું હૃદય મંત્રમુગ્ધ બનીને જાણે કે ઠંડું પડી ગયું.
અડધા આત્મપ્રશંસાના ભાવમાં એમણે પૂછયું : “ઈંગ્લેન્ડમાં આવા પ્રયોગ કરી શકે એવા પુરુષો છે કે ? ”
મારે કબૂલ કરવું પડયું કે આને મળતી પરિસ્થિતિમાં આવા પ્રયોગ કરી શકે એવા કેઈને પરિચય મને નથી થયું. જોકે કેટલાક ધંધાદારી જાદુગરે એમનાં પિતાનાં સાધનો વાપરવાની છૂટ આપીએ તે, એવા પ્રયોગ કરી શકે ખરા.
મારા મનમાં ભય તો હતો જ કે એમના રહસ્યને પ્રકટ કરવાની માગણી કરીને હું ચંદ્રની માગણી જ કરી રહ્યો છું. છતાં પણ મેં ધીમેથી પૂછયું : “તમારી પ્રયોગ કરવાની પદ્ધતિ તમે સમજાવી શકશે ખરા ?”
એમણે માથું હલાવ્યું.
મારાં રહસ્યો પ્રકટ કરવાના બદલામાં ધનની મોટી રકમ આપવાનું મને કહેવામાં આવ્યું છે, પરંતુ એવી ઈચ્છા મને નથી થતી.”
તમે જાણે છે કે વસ્તુઓની બીજી બાજુનું જ્ઞાન પણ મને થોડું ઘણું છે !” મેં સાહસ કર્યું.
Page #32
--------------------------------------------------------------------------
________________
ઇજિપ્તના જાદુગર
, “અવશ્ય જે મારે યુરોપમાં આવવાનું થાય અને એ ખરેખર બનવાજોગ છે–તો તમે મારી થોડીક સહાય લઈ શકશે. એ વખતે તમારી ઈચ્છા હશે તે તમે પણ મારા જેવા જ પ્રયોગ કરી શકે તેને માટે તમારી પદ્ધતિ પ્રમાણેની તાલીમ આપવાનું તમને વચન આપું છું.”
એ તાલીમ કેટલો વખત ચાલે છે ?”
એને આધાર તાલીમ લેનાર પર રહે છે. જે ખૂબ પરિશ્રમ કરે તથા તમારે સમગ્ર સમય એની પાછળ વ્યતીત કરે, તો એ પદ્ધતિ સમજવા માટે ત્રણ મહિના પૂરતા થઈ પડે, પરંતુ એ પછી વરસેના અનુભવની આવશ્યકતા તે રહે જ.”
“તમારા પ્રયોગની ભૂમિકાને અથવા તો એ પ્રયોગો પાછળના સિદ્ધાંતને તમે ના સમજાવી શકે ? તમારાં રહસ્યોને ભલે ગુપ્ત રાખો. મેં આગ્રહ કર્યો.
મહમદ બે થડક વખત તો ઊંડા વિચારમાં ડૂબી ગયા, અને પછી શાંત સ્વરે બોલ્યા : “હા, તમારે માટે હું એટલું રાજીખુશીથી કરી શકીશ.”
મને મારી / હેન્ડ બુક યાદ આવી, તેને મેં ખિસ્સામાંથી બહાર કાઢી, અને નોંધ કરવાની તૈયારીમાં પેન્સિલને પકડી રાખી.
“ના. આજે સવારે નહિ.” એમણે સ્મિત સાથે વિરોધ કર્યો. મારે કામ છે. અત્યારે મને માફ કરે. કાલે સવારે અગિયાર વાગ્યે અહીં આવી જજે. આપણે વાર્તાલાપ ચાલુ રાખીશું.'
નક્કી કરેલા ચોક્કસ સમય પ્રમાણે હું મહમદ બેના ઓરડામાં આવીને ફરી વાર બેસી ગયે. ટેબલ પર પડેલી ઈજિપ્તની સિગારેટની પેટીને એમણે મારી તરફ ધકેલી. મેં એક સિગારેટ બહાર કાઢી અને એમણે પ્રકાશ પહોંચાડતાં કહેવા માંડયું :
“આ સિગારેટ મારા દેશની છે અને સારી છે.”
Page #33
--------------------------------------------------------------------------
________________
પ.
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
આરંભમાં કેટલીક ફૂકે મારતાં અમે ખુરસી પર આરામથી બેઠા. ધુમાડો સુંદર અને સુગંધીદાર હતો. એ સિગારેટે ખરેખર ઉત્તમ હતી.
તમારા અંગ્રેજ મિત્રો જેને સિદ્ધાંતોને નામે ઓળખશે તે મારા સિદ્ધાંતનું હવે વર્ણન કર્યું, જે કે મારે માટે તો તે નરી વાસ્તવિકતા છે, મહમદ બેએ સુંદર, સહજ સ્મિત કર્યું, અને પ્રકારાંતરે ઉમેર્યું: “તમને એ જાણીને કદાચ નવાઈ લાગશે કે મેં વૈજ્ઞાનિક ખેતીવાડીના ક્ષેત્રમાં પ્રવીણતા મેળવી છે અને એ વિષયને ડિપ્લેમાં પણ પ્રાપ્ત કર્યો છે.”
હું ઉતાવળમાં નેધ કરવા માંડ્યો.
એમણે આગળ ચલાવ્યું: “એ બધું મારા જાદુના રસની સાથે સંબંધ ધરાવતું નથી લાગતું.”
મેં એમના તરફ જોયું તો એમના હોઠ પર સ્મિત રમી રહ્યું હતું. એમણે ફરી વાર મારી તરફ ધારીને જોવા માંડયું. મને થયું કે આ માણસ રસપ્રદ કથાથી ભરેલું છે.
“પરંતુ તમે તો પત્રકાર છે. તમને એ હકીકત જાણવામાં કદાચ રસ પડશે કે હું કેવી રીતે જાદુગર બન્યો.” એમણે જણાવ્યું.
મેં ત્વરિત સંમતિ બતાવી.
સાંભળે ત્યારે. મારો જન્મ ઇજિપ્તના અંદરના પ્રાંતમાં, પરંતુ ઉછેર કેરોમાં થયેલું. વિદ્યાર્થીઓને જે સામાન્ય રસ હોય છે તેવા જ રસવાળે હું એક સામાન્ય છોકરો હતો. ખેતીના ધંધા માટે ઘણી ઉત્સુકતા હોવાથી એને માટે મેં ગવર્નમેન્ટ એગ્રીકલ્ચરલ કોલેજમાં અભ્યાસ કર્યો. મારા અભ્યાસ દરમિયાન ભારે પરિશ્રમ કરીને હું ઉત્સાહપૂર્વક આગળ વધ્યો. આ
જે મકાનમાં હું નિવાસ કરતે તે મકાનના એક ખંડમાં એક વૃદ્ધ પુરુષ રહેવા આવ્યા. ગીચ ભ્રમર, રતૂમડી દાઢી અને
Page #34
--------------------------------------------------------------------------
________________
ઇજિપ્તના જાદુગર
પ૧
કાયમને માટેના ગહન અને ગંભીર વદનવાળા એ એક યહૂદી હતા. એમનાં જૂનાં પુરાણું વસ્ત્રો પરથી લાગતું કે એ જૂના જમાનામાં જીવી રહ્યા છે. એ એટલા બધા એકાંતિક સ્વભાવના હતા કે ઘરમાં રહેનારા બીજાને એ દૂર જ રાખતા. પરંતુ મારી પર એમની અસર જુદી જ થઈ અને એમના અલગ રહેવાના સ્વભાવે મારા રસને વધારે જાગ્રત કર્યો. હું યુવાન, સ્વમાની અને જરા પણ શરમ વિનાને હેવાથી એમને સમાગમને માટે ઉપરાઉપરી પ્રયત્ન કરવા માંડ્યો. પહેલાં તે એમણે મને સહકાર ન આપ્યો, પરંતુ એથી તે મારી આતુરતાના અગ્નિમાં ઘી હોમાવા જેવું થયું. છેવટે એમને વાતચીતમાં રસ લેતા કરવાના મારા સતત પ્રયત્નોને સફળતા મળી. એમણે પોતાનાં બંધ બારણું મારે માટે ઉઘાડી નાખ્યાં અને એમના જીવનમાં પ્રવેશ કરવાની તક પૂરી પાડી. એમ થવાથી હું જાણી શક્યો કે પિતાના વધારે ભાગને વખત એ ગૂઢ જાતના અધ્યયન અને વિચિત્ર પ્રયાગમાં વ્યતીત કરતા. ટૂંકમાં, એમણે કબૂલ કર્યું કે એ વસ્તુઓની અલૌકિક દિશામાં સંશોધન કરતા.
કલ્પના કરો. અત્યાર સુધીનું મારું જીવન યુવાનોને યોગ્ય અભ્યાસ તથા રવાથ્યપ્રદ રમતગમતમાં જ પસાર થયેલું. પરંતુ હવે એક બીજી જ જાતના અસ્તિત્વને મને આકસ્મિક રીતે પ્રત્યક્ષ પરિચય થયો. એથી પ્રભાવિત થયા વિના મારાથી ના રહી શકાયું. બીજા છોકરાઓ અલૌકિક જગતના વિચારથી ભયભીત બની જાત એમાં શંકા નહિ, પરંતુ મને એને જરા પણ ભય ના લાગે. ઊલટું એણે મારામાં ન ઉત્સાહ પેદા કર્યો, કારણ કે એની મદદથી કેટલાંય નવાં સાહસની શક્યતા મને દેખાઈ આવી. એ વૃદ્ધ યહૂદીને મેં એ વિષયનું શિક્ષણ આપવાની પ્રાર્થના કરી, અને મારી પ્રાર્થનાને એમણે સ્વીકાર કર્યો. પરિણામે મારા જીવનમાં રસનું તથા મિત્રોનું નવું વર્તુળ ઊભું થયું. યહૂદી મને એમની સાથે વ્યવહારુ સંશોધન કરનારા જાદુ, આધ્યાત્મિકતા, થિઓ ફી અને ગૂઢ વિદ્યાના મંડળમાં લઈ ગયા. એ મંડળમાં એ અવારનવાર ભાષણ કરતા. એ મંડળમાં
Page #35
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
સમાજના મોટા માણસો, વિદ્વાને કે પંડિત, સરકારી અમલદારે અને બીજા પ્રતિષ્ઠિત પુરુષે જોડાયા હતા.
જે કે મેં હજુ યુવાવસ્થામાં પ્રવેશ કર્યો હતો તે પણ મંડળની દરેક સભામાં એ વૃદ્ધ પુરૂષ મને લઈ જતા. પ્રત્યેક પ્રસંગે હું શાંતિથી સાંભળતો : મારા કાન મારી આસપાસ કરાતી વાતચીતના પ્રત્યેક શબ્દનું પાન કરતા. અને મારી આંખ મારી આગળ કરવામાં આવતા વિચિત્ર પ્રયોગોને મંત્રમુગ્ધ બનીને જોયા કરતી. અલૌકિક વિષયના પ્રયોગો પાછળ વધારે વખત ગાળી શકું તે માટે ખેતીને વિશેષ અભ્યાસ માટે દેખીતી રીતે જ છેડી દેવો પડો. તોપણ એ અભ્યાસને માટે મને કુદરતી રીતે જ રસ હોવાથી, મારી ડિપ્લેમાં પરીક્ષાઓ મેં કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના પસાર કરી.
“પેલા વૃદ્ધ યહૂદી પુરુષે પૂરાં પાડેલાં જરૂરી જૂનાં પુસ્તકને મેં અભ્યાસ કર્યો અને એમણે બતાવેલા જાદુના પ્રયોગો તથા બીજી પદ્ધતિનો અભ્યાસ પણ કરી જોયો. મારી પ્રગતિ એવી તો ઝડપી હતી કે જે વસ્તુઓ વિશે એ અજ્ઞાત હતા તે વસ્તુઓની શેાધ પણ મેં કરવા માંડી. લાંબે વખતે હું એ વિદ્યાઓમાં નિષ્ણાત મનાવા લાગ્યો. કેરો સોસાયટીમાં મારાં ભાષણ તથા પ્રયોગો શરૂ થયા, અને આખરે એના સભ્યએ મને એનો પ્રમુખ બનાવ્યો. બાર વરસ સુધી હું એમનો નેતા રહ્યો. પછી મેં રાજીનામું આપ્યું. કારણ કે મારી ઈચછા ઇજિપ્તની બહાર નીકળવાની, બીજા દેશોનો પ્રવાસ કરવાની અને એના અનુસંધાનમાં ધની તથા યશસ્વી થવાની હતી.”
મહમદ બેએ બોલવાનું બંધ કર્યું. એમની બરાબર ગોઠવેલી આંગળીઓએ મારા જેવામાં આવ્યું તે પ્રમાણે, એમની સિગારેટની રાખને ખંખેરવા માંડી.
“ઘણું જ કપરું કામ!”
Page #36
--------------------------------------------------------------------------
________________
ઈજિપ્તના જાદુગર
પ૩
એમણે સ્મિત કર્યું. “છતાં પણ હું તેને સહેલું બનાવી શકીશ. મારી જાદુઈ શક્તિઓનો લાભ ઉઠાવવાની ઇચ્છાવાળા
ડાક ઉત્તમ પ્રકારના ધનવાન ગ્રાહકોની મારે જરૂર છે. કેટલાક પૈસાદાર પારસી તથા ધનવાન હિંદુઓ મને ઓળખે છે પણ ખરા. એમના પ્રશ્નો અથવા એમની આફતો વિશે ચર્ચા કરવા, એમનાથી દૂર થનારી કેટલીક વસ્તુઓને શોધી કાઢવા ગૂઢ વિદ્યાની મદદથી જ પ્રાપ્ત થતી કેટલીક માહિતી મેળવવા માટે તે માટે સંપર્ક સાધે છે. હું એમની પાસેથી સ્વાભાવિક રીતે જ ઘણું મોટી ફી લેતો હોઉં છું. મારી ઓછામાં ઓછી ફી સો રૂપિયા છે. સાચું કહું તો પહેલાં તો મારે ખૂબ ધન એકઠું કરવું છે, પછી બધું છેડી દઈને ઇજિપ્તની અંદરના કોઈ એકાંત શાંત પ્રદેશમાં રહીને નિવૃત્તિ ભોગવવી છે. નારંગીની મોટી વાડી ખરીદીને ખેતીવાડીના વિષયમાં મારે ફરી પાછો રસ લેવો છે.”
તમે ઈજિપ્તથી સીધા જ અહીં આવો છો ?”
“ના. કેરો છોડ્યા પછી મેં ડેક વખત સીરિયા અને પેલેસ્ટાઈનમાં ગાળ્યો. સીરિયાના પોલીસ અમલદારે મારી શક્તિ વિશે જાણતા હોવાથી મારી પાસે મદદ મેળવવા માટે અવારનવાર આવતા રહેતા. કોઈ ગુનાનો ઉકેલ કરવામાં જ્યારે તે નિષ્ફળ જતા ત્યારે અંતિમ ઉપાય તરીકે મારી મદદનો આધાર લેતા. ગુનેગારોને શોધી આપવામાં હું લગભગ હંમેશાં સફળ થતો.”
એવું તમે કેવી રીતે કરી શકતા ?”
મારી સેવામાં રહેનારા પ્રેતાત્માઓ મારી આગળ ગુનાઓનાં રહસ્ય ખોલી દેતા. મારી આંખની આગળ એ બનેલા બનાનાં ચિત્ર રજૂ કરતા.”
મહમદ બે એકાદ ક્ષણને માટે કોઈ સ્મૃતિજન્ય વિચારમાં ડૂબી ગયા. હું એમના બીજા શબ્દોની ધીરજપૂર્વક રાહ જોવા લાગ્યો.
ભા. આ. ૨. ખે. ૪
Page #37
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
6
બરાબર છે. તમે મને એક પ્રકારના પ્રતવિદ્યાનો પ્રયાગ કરનારા કહી શકેા, કારણ કે હું પ્રેતાત્માઓની મદદ લેતા હેાઉ છું.' એ કહેવા માંડયા : પરંતુ વધુમાં હું સાચા અર્થમાં એક જાદુગર પણ છું—હાથચાલાકી કરનારા નહિ, અને મનના વિચારાને પણ જાણી શકું છું. એથી વિશેષ બીજું કશું હાવાનો દાવા હું નથી કરતા.’
૧૪
6
એમનો દાવા એ વિષયમાં વધારે જાણવાની જિજ્ઞાસા જગાડે એવા એકદમ આશ્ચર્યકારક તેા છે જ.
તમારા અદૃષ્ટ સેવાના સંબંધમાં કશુંક કહી બતાવા.’ મેં પૂછ્યું.
C
•
પ્રેતાત્માઓ ? ઠીક. એમના પરનો મારા આજનો અધિકાર મેળવતાં પહેલાં મારે ત્રણ વરસની સખત મહેનત કરવી પડી છે. આપણી જડ ઇન્દ્રિયાની બહારની અસ્તિત્વ ધરાવતી બીજી દુનિયામાં સારા અને નરસા ને જાતના આત્માઓ રહેતા હોય છે. હું સારા પ્રેતાત્માઓનો જ ઉપયાગ કરું છું. એમનામાંના કેટલાક એવા મનુષ્યેા છે જે દુનિયાની દષ્ટિએ મૃત્યુ પામ્યા છે, પર ંતુ મારા મેટા ભાગના સેવકૈા જીન્સ છે. જીન્સ એટલે કે જેમણે કદી પણ મનુષ્યશરીર નથી ધારણ કર્યું... એવા પ્રેતાત્માની દુનિયાના મૂળ નિવાસીઓ. એમનામાંના કેટલાક પશુ જેવા છે, તેા ખીજા કેટલાક મનુષ્યના જેવા ચબરાક છે. બીજા દુષ્ટ જીન્સ પણ હોય છે. ઈંગ્લીશમાં એને માટેનો કાઈ બંધબેસતા શબ્દ મને નથી મળતા, પરંતુ ઇજિપ્તમાં અમે એમને જીન્સ કહીએ છીએ. એમનો ઉપયાગ હલકા જાદુગરા અને ખાસ કરીને જાદુ જાણનારી આફ્રિકન સ્ત્રી દાક્તરેા કરે છે. મારે એમની સાથે કાઈ જાતનું કામ નથી પડતું. એ સેવકા ઘણા ભયંકર હોય છે, અને કેટલી વાર તેા એમનેા ઉપયાગ કરનાર વ્યક્તિને ક્રૂરતા ભરેલાં વિરોધ કરીને એને મારી નાખે છે પણ ખરા.’
<
‘તમે જેમની મારફત કામ લે છે તે માનવપ્રેતેા કાણુ છે?’
Page #38
--------------------------------------------------------------------------
________________
ઇજિપ્તના જાદુગર
એમાંથી એક તે મારે પિતાને ભાઈ જ છે. કેટલાંક વરસ પહેલાં એનું મૃત્યુ થયું છે. છતાં પણ એક વાત યાદ રાખે કે હું કોઈ પ્રેતોને માટેનું માધ્યમ નથી, કારણ કે કોઈ પણ પ્રેત મારા શરીરમાં પ્રવેશ નથી કરતું કે કોઈ પણ રીતે મારા પર કાબુ નથી ધરાવી શકતું. મરજી મુજબના વિચારને મારા મનમાં પેદા કરીને, અથવા મારા મનની આંખ આગળ કઈ ચિત્ર કે દશ્ય રજૂ કરીને, મારા ભાઈ મને હર કોઈ વિષયની માહિતી આપે છે. કાલે તમે જે સવાલ લખ્યા તેની માહિતી મને એવી રીતે જ મળી શકેલી.
“અને જીન્સ ?”
મારા હાથ નીચે ત્રીસ જીન્સ કામ કરે છે. બાળકને તમે જેવી રીતે નાચતાં શીખવો છે તેવી રીતે. એમના પર પૂરેપૂરે કાબૂ મેળવ્યા પછી પણ, મારી આજ્ઞાનું પાલન કરવાની ખાસ તાલીમ મારે એમને આપવી પડેલી. દરેકનું નામ જાણ્યા વગર દરેકને બોલાવી કે કામે લગાડી ના શકાય, તેથી દરેકનું નામ મારે જાણવું પડે છે. પેલા યહૂદીએ મને જે જૂનાં જરૂરી પુસ્તક આપેલાં તેમણે મને કેટલાંક નામ જાણવામાં મદદ કરી છે.”
સિગારેટની પેટીને મારા તરફ ધકેલીને મહમદ બેએ ફરી ચાલુ કર્યું:
દરેક પ્રેતને મેં એક ચોક્કસ કામ સોંપી રાખ્યું છે. પ્રત્યેકને પૃથફ પૃથફ કામ કરવાની તાલીમ પૂરી પાડી છે, એ જોતાં, કાલે તમારા કાગળ પર જેમણે પેન્સિલથી લખાણ લખ્યું તે જીન્સ તમારા - પ્રશ્ન વિશે માહિતી મેળવવામાં કશી જ મદદ નહિ કરી શકે.'
એ પ્રેતેને સંપર્ક તમે કેવી રીતે સાધી શકે છે ?' મેં બીજો પ્રશ્ન પૂછો.
એમના પર મારા સંકલ્પને કેન્દ્રિત કરીને હું એમને મારી પાસે સહેલાઈથી બોલાવી શકું છું. પરંતુ વ્યવહારમાં તે જે પ્રેતની મારે જરૂર હોય તેનું નામ અરબી ભાષામાં લખી નાખું છું. એને લીધે એ પ્રેત મારી પાસે તરત જ આવી પહોંચે છે.”
Page #39
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં ઈજિપ્તવાસી પિતાના ઘડિયાળ તરફ જોઈને ઊભા થયા અને બેલ્યા:
મારી પદ્ધતિઓ પર આનાથી વિશેષ પ્રકાશ નથી પાડી શકતો તે માટે દિલગીર છું. એમને શા માટે ગુપ્ત રાખવી જોઈએ એ કદાચ આટલી ચર્ચા પરથી સમજી શકશો. ઈશ્વરની ઈચ્છા હશે તે આપણે એક દિવસ ફરીથી મળીશું. સાહેબજી !'
નીચા નમતી વખતે એમણે કરેલા સ્મિતમાં એમના દાંત ચમકી ઊઠ્યા. મુલાકાત હવે પૂરી થઈ.
મુંબાઈની રાત. મોડેથી સૂવા માટે પથારીમાં પડવો, પરંતુ ઊંઘ ના આવી. ભારે હવા મને ગૂંગળાવવા લાગી. એમાં જાણે કે જરા પણ પ્રાણવાયુ ન હતો. એની ગરમી અસહ્ય હતી. છત પર લગાડેલા પંખાના જોરથી ફરતી ધાર ભાગ્યે જ થોડો આરામ પહોંચાડતી હતી. એની મદદથી મારી શ્રમિત આંખ મીંચાય તેમ ન હતી. શ્વાસ લેવામાં પણ જાણે કે મહેનત પડતી. એ હવા મારાં ફેફસાંને સ્પર્શવામાં તદ્દન નિષ્ફળ નીવડતી. મારું શરીર ઢીલું પડી ગયું, અને મારું પાટલૂન જાણે એ પરસેવાને ચૂસવા લાગ્યું. કંટાળેલા મગજને આરામ જ ના મળ્યો. એ રાતે અનિદ્રાના પ્રેતે મારા જીવનમાં પ્રવેશ કર્યો, અને ભારતની ભૂમિ પરની મારી મુસાફરીને છેલ્લા દિવસ સુધી એ મારી સાથે ફરતું રહ્યું. ગરમ પ્રદેશના હવાપાણીને અનુકૂળ થવાની આવશ્યક કિંમત મેં ચૂકવવા માંડી.
મારી પથારીની આજુબાજુ સફેદ ચાદર જેવી મચ્છરદાની લટકતી હતી. બહારની ઓસરીમાં પડતી મોટી બારીમાંથી ચાંદની પથરાઈ રહેતી અને ફીકી છત પર પડછાયા પાડતી.
મહમદ બે સાથેની સવારની ચર્ચાની તથા આગલે દિવસે ચર્ચાયેલા આશ્ચર્યકારક સિદ્ધાંતોની વિચારણ કરતાં કરતાં એમણે કરેલા ખુલાસા કરતાં કાઈ જુદો ખુલાસો મેળવવાનો પ્રયાસ મેં કરી જે, પરંતુ એ કાઈ ખુલાસો મને ના મળ્યો. એમણે કહ્યા
Page #40
--------------------------------------------------------------------------
________________
ઇજિપ્તના જાદુગર
પ્રમાણેના ત્રીસ કે વધારે રહસ્યમય સેવકે જે ખરેખર અસ્તિત્વ ધરાવતા હોય તે, આપણે એ મધ્યયુગમાં જ પ્રવેશ કરે પડે જેની વહેતી આવેલી વાત મુજબ, એમના છૂપા પ્રયોગોમાં દેવળ અને રાજ્ય તરફથી વિક્ષેપ નાખવામાં આવવા છતાં, યુરોપના પ્રત્યેક શહેરમાં જાદુગર વધતા જતા.
એ વિષયના સ્પષ્ટીકરણ જેમ જેમ પ્રયાસ કરતો ગયો તેમ તેમ હું વ્યગ્ર બનીને પાછો પડવા લાગ્યા.
મહમદ બેએ કાગળના ટુકડાની સાથે જ પેન્સિલને પકડી રાખવાની સૂચના શા માટે આપેલી ? એમનાં કહેવાતાં પ્રેતાએ એને લીધે કેટલાંક મૂળ તને અથવા અણુઓને એકઠાં કરીને ઉત્તરે લખવામાં કાંઈક મદદ મેળવી ?
એવા જ પ્રકારના પ્રયોગના પ્રસંગે મારા મૃતિપટ પર તાજા થયા. પ્રસિદ્ધ પ્રવાસી માર્કો પોલોએ પિતાના પ્રવાસવર્ણનના પુસ્તકમાં કોઈક ઠેકાણે લખ્યું છે કે ચીન, તારતરી અને તિબેટમાં કેટલાક જાદુગરના સમાગમમાં એ કેવી રીતે આવ્યો અને એ લેકે કઈ પણ પ્રકારના સ્પર્શ વિના પેન્સિલનું લખાણ કેવી રીતે લખી બતાવતા. અને એ જાગરોએ એને એવું ન હતું કહ્યું કે એ વિચિત્ર પ્રયોગો એમના લોકમાં સૈકાઓ પહેલાં પ્રચલિત હતા ?
મને એ પણ યાદ આવ્યું કે થિયેસેફિકલ સોસાયટીની સ્થાપના કરનારી રહસ્યમયી રશિયન નારી હેલેના પેટ્રેવના પ્લેટસ્કીએ પચાસ વરસ પહેલાં ઓછેવત્તે અંશે એને મળતા જ સિદ્ધાંતની પ્રતિષ્ઠા કરેલી. એની મારફત એની સોસાયટીના કેટલાક કૃપાપાત્ર સદસ્યને લાંબા સંદેશા પણ મળી રહેતા. એ સદસ્ય તત્વજ્ઞાનના પ્રશ્નો તૈયાર કરતા અને એ પ્રશ્નોવાળા કાગળ પર ઉત્તરે લખાઈ જતા. એ પણ એટલું જ વિચિત્ર હતું કે મેડમ બ્લેટસ્કીએ માર્કેટ પિલને જ્યાં એ સિદ્ધાંતને પરિચય થયેલે તે જ તિબેટ અને તારતરી સાથે ગાઢ સંપર્ક ધરાવવાને દા કરે. છતાં પણ, મહમદ
Page #41
--------------------------------------------------------------------------
________________
૫૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
બેની પેઠે મેડમ બ્લેટસ્કી કઈ ગુપ્ત પ્રેતાત્માઓને વશ કરવાને દા નહેતી કરતી. એનું કહેવું એવું હતું કે એ રહસ્યમય લખાણ એની સોસાયટીને પ્રેરણા પૂરી પાડનારા અજ્ઞાત રૂપ છતાં પ્રત્યક્ષ રીતે રહેનારા તિબેટી ગુરુઓ દ્વારા તૈયાર કરાતાં. ઈજિપ્તના જાદુગરના પ્રયોગ કરતાં એ પ્રયોગની પાછળ રહેલી શક્તિ દેખીતી રીતે જ ઉત્તમ હતી. કારણ કે હજાર માઈલ દૂર તિબેટમાં રહીને એવાં લખાણ લખી શકતી. એ જમાનામાં એ રશિયન સન્નારીના સિદ્ધાંતોની પ્રામાણિકતા વિશે તથા એના તિબેટી ગુરુઓ ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે કેમ તે વિશે ભારે વિવાદ જાગેલે. પરંતુ મારે એની સાથે સંબંધ નથી. આ જગતમાં હતી ત્યારે જ બીજા જગતની સાથે જે આત્મીયતાને એ અનુભવ કરતી તે જગતમાં એ તેજસ્વી નારી લાંબા વખતથી પહોંચી ગઈ છે. મારા પિતાના અનુભવની તથા મેં મારી સગી આંખે જોયેલી વસ્તુઓની મને ખબર હતી. એનું કશું સ્પષ્ટીકરણ હું ના કરી શક્યો, તોપણ પ્રયાગોની પાછળની પ્રામાણિકતાને સ્વીકાર તો મારે કરવો જ પડ્યો.
હા, મહમદ બે એક જાદુગર હતા, વીસમી સદીના મહાન જાદુગર. ભારતની ભૂમિ પર પગ મૂક્યા પછી તરત જ મને એમને મેળાપ થયો. એની પાછળ એનાથી વધારે વિચિત્ર મેળાપો અથવા શોધોને સંકેત જ સમાયેલો હતો. એણે આવશ્યક ભવિષ્યવાણીથી ભરેલ સંદેશે પૂરો પાડ્યો. રૂપકની રજૂઆત કરતાં કહું તો, ભારતના અનુભવભંડારની સૌથી પહેલી અનોખી સામગ્રીની મને પ્રાપ્તિ થઈ. મારી કોરીધાકેર નેટબુકના કાગળ પર સાચું કહું તે મેં સૌથી પહેલી નેંધ લખી નાખી,
Page #42
--------------------------------------------------------------------------
________________
મારી પયગંબર સાથેની મુલાકાત
તમને મળીને મને આનંદ થાય છે' એ પર પરાગત જેવા સ્વાગતશબ્દોથી મહેરબાબાએ મારા સત્કાર કર્યો. મને ખબર ન હતી, પરંતુ એમના નસીબમાં પશ્ચિમી આકાશમાં ખરતા તારાની પેઠે પળ વાર પ્રકાશવાનું અને યુરોપ તથા અમેરિકાના લાખા લેાકેાની જિજ્ઞાસા જગાડવાનું લખાયેલું હતું. વધુમાં, ખરતા તારાની પેઠે કાઈ પણ પ્રકારની પ્રતિષ્ઠા વિના એમને પડવાનું હતું. એમની મુલાકાત લેનાર હું પહેલા પશ્ચિમી પત્રકાર હતા. એમના નિવાસસ્થાને હું એવે વખતે આવી પહેાંચ્યા કે જ્યારે એમની પ્રખ્યાતિ સ્થાનિક લેાકેા પૂરતી જ મર્યાદિત હતી.
એમના મુખ્ય શિષ્યામાંના એકની સાથે મારા સંબધ થયા અને થાડાક પત્રવ્યવહારને પરિણામે મને એ વાતની નવાઈ લાગી કે કેવી જાતના માનવે પેાતાની જાતને મનુષ્યજાતિના પેાતાની મેળે નક્કી કરેલા ઉલ્હારકામાંના એક તરીકે ચૂંટી કાઢી છે. ખે પારસી ભક્તો મને મુંબાઈમાં લેવા માટે આવ્યા. મુંબાઈ છેડતી વખતે એમણે મને સૂચના આપી કે એમના ગુરુંને ફૂલ તથા ફળની ભેટ આપવી આવશ્યક છે. એથી અમે બજારમાં ગયા અને એમણે મારાવતી ફળ ને ફૂલના મેાટા ટાપલા ખરીદ્યો.
રાતભરની મુસાફરી પછી બીજી સવારે અમારી ટ્રેન અહમદનગર આવી પહેાંચી. એક અતિહાસિક સ્થળના રૂપમાં મને એનું સ્મરણુ
Page #43
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
થયું, કારણ કે મોગલ સતનતના શણગારસમા ચુસ્ત મતાવલંબી કર બાદશાહ ઔરંગઝેબે મરણ આવી પહોંચવાથી પિતાના તંબુમાં અહીં જ પિતાની દાઢી પર છેલ્લે હાથ ફેરવી લીધેલ.
સ્ટેશન પર યુદ્ધના જમાનાની એક જૂની પુરાણી ફોર્ડ મોટર અમારી રાહ જોતી ઊભેલી. મહેરબાબાના આશ્રમે એ લઈ જવાલાવવાનું કામ કર્યા કરતી. અમારે સપાટ પ્રદેશનું સાત માઈલનું અંતર કાપવાનું હતું. રસ્તાની એક બાજુ લીમડાનાં ઝાડની હાર હતી. અમે એક એવા ગામમાંથી પસાર થયા જેનાં ઘરની નજીકનાં બદામી રંગનાં છાપરાં ત્યાંના મંદિરના ખુલ્લા નાના શિખર સામે છવાયેલાં. એ પછી એક ઝરણું દેખાયું. એના તટ પર ગુલાબી તથા પીળા રંગનાં ફૂલો ઊગેલાં, અને એના કાદવવાળા પાણીમાં ભેંસ સુખપૂર્વક સૂતેલી.
છૂટાછવાયા વિસ્તારમાં છવાયેલી મહેરબાબાની વસતીમાં અમે આવી પહોંચ્યા. મેદાનમાં ત્રણ વિચિત્ર દેખાવનાં પથ્થરનાં મકાને હતાં. પાછળથી મને ખબર પડી કે તે લશ્કરને વિખેરી નાખેલા પડાવના અવશેષરૂપ હતાં. બાજુમાં ત્રણ સાફ લાકડાના બંગલા હતા. લગભગ પા માઈલ જેટલે દૂર આરાણગામ નામે નાનું ગામડું હતું. એ આખાય સ્થળને દેખાવ વેરાન જે અથવા અડધે ઉજજડ લાગતો. મારા પારસી સાથીઓએ મને જણાવ્યું કે એમને ગુરુનું આ તો કેવળ ગામડાનું આશ્રયસ્થાન છે, અને એમનું મુખ્ય કેન્દ્ર તે નાશિક પાસે છે. એમના આત્મીય શિષ્યોમાંના મોટા ભાગના શિષ્યો ત્યાં જ રહે છે ને મુલાકાતીઓને પણ ત્યાં જ મળવામાં આવે છે.
અમે પસાર થયા તે વખતે એક બંગલામાંથી થોડાક માણસો બહાર આવ્યા. એમની વચ્ચે એક અંગ્રેજને જોઈને એ બધા રાજી થયા. એમનામાંના કોઈ એાસરીમાં આંટા મારતા, કોઈ હસતા, તો કોઈ હાવભાવ કરતા. ખેતરને ઓળંગીને અમે એક વિચિત્ર દેખાતી કૃત્રિમ ગુફા પાસે આવી પહોંચ્યા. એ ગુફા પથ્થરમાંથી તૈયાર કરવામાં આવી હતી અને આશરે આઠ ફીટ ઊંડી હતી. એનું પ્રવેશદ્વાર
Page #44
--------------------------------------------------------------------------
________________
મારી પયગંબર સાથેની મુલાકાત
દક્ષિણ તરફ હતું અને એની અંદરના ભાગમાં સવારને તાજો સૂર્યપ્રકાશ પાડતો હતો. આજુબાજુ નજર નાખતાં ખેતરેને હારબંધ વિસ્તાર, પૂર્વીય ક્ષિતિજની સીમાને નકકી કરનારી ટેકરીઓ અને નીચે ખીણમાં વૃક્ષોથી ઢંકાયેલા ગામડાનું દર્શન કરી શકાયું. એ પારસી સંતપુરુષ પ્રકૃતિના મહાન પ્રેમી હતા એમાં શંકા નહિ કારણ કે એમનો આશ્રમ એમણે એકાંત શાંત પ્રદેશમાં સ્થાપિત કરેલ. મુંબાઈના કોલાહલવાળા જીવનને જોયા પછી એ શાંત જીવનને અનુભવ મારે માટે ખરેખર આનંદદાયક થઈ પડ્યો.
સંતરીની પેઠે ચોકી કરનારા બે માણસો ગુફાના પ્રવેશદ્વારની પાસે ઊભા રહેલા. અમને જોઈને તે પોતાના ગુરુની મંજૂરી મેળવવા માટે અંદર ગયા. “સિગારેટ ફેકી દો કારણ કે બાબાને ધુમ્રપાન પસંદ નથી પડતું. મને લઈ જનારાઓમાંના એકે એવી સૂચના કરી, એટલે મેં સિગારેટ ફેંકી દીધી. એકાદ પળમાં તો મને એ કહેવાતા નવીન પયગંબરને સન્માનનીય સાન્નિધ્યમાં લઈ જવામાં આવ્યો.
એ ગુફાના દૂરના ખૂણામાં બેઠા હતા. આખીયે ગુફામાં સુંદર કારીગીરીવાળા ઈરાની કામળો પાથરવામાં આવ્યો હતો. મારી કલ્પના કરતાં એમનું વ્યકિતત્વ જરા જુદી જ જાતનું નીકળ્યું. એમની આંખ મારા ઉંડાણમાં ઊતરનારી ના લાગી, એમના મુખ પરના ભાવે એટલા બધા બળવાન ના દેખાયા, અને જેકે એમની આજુબાજુના વાતાવરણમાં મને કશુંક ત્યાગમય, અલૌકિક અને સરળ લાગ્યું તે પણ એવા કોઈ ઉત્તેજક તત્ત્વને અનુભવ ના થઈ શક્યો જેવો અનુભવ લાખો લેકેની પ્રેમભક્તિને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મનુષ્યના સાન્નિધ્યમાં થવાની આશા રાખી શકાય.
એમણે પહેરેલો લાંબે, વચ્છ, સફેદ ઝભ્ભો જૂના વખતના રાતે પહેરવાના અંગ્રેજી ખમીસ જેવો બેડોળ દેખાતો. એમનું માયાળ મીઠું મુખ એમની ગરદન સુધી પહોંચનારા સેપારી જેવા ભૂખરા. વાંકડિયા વાળથી ઢંકાયેલું હતું. એમના સુંવાળા રેશમ જેવા સ્ત્રીના
Page #45
--------------------------------------------------------------------------
________________
/
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં .
વાળને મળતા વાળ જોઈને મને આશ્ચર્ય થયું. એમનું નાક વચ્ચેથી ઉપર ઊઠીને પછી ગરુડના નાકની જેમ નીચે મૂકેલું હતું. આંખ કાળી, મધ્યમ કદની અને સાફ હતી પરંતુ પ્રભાવશાળી ના લાગી. એમની મૂછ ભૂખરા રંગની તથા ભારે હતી. એમના પિતા ઈરાની હોવા છતાં એમની અત્યપ્રકાશિત ચામડી એ મૂળ ઈરાનના છે એવું કહેવાની ના પાડતી. વધારામાં દેખીતી રીતે જ એ હજુ ત્રીસની અંદરના યુવાન હતા. એમનું કપાળ એમની છેવટની વિશેષતા તરીકે મને આજે પણ યાદ છે. સામાન્ય રીતે જોવા મળતાં કપાળ કરતાં પણ એ નાનું અથવા ટૂંકું હતું. એને જોઈને મને નવાઈ લાગી. કપાળનો પ્રદેશ શું કાઈ ખાસ લક્ષણેનો સૂચક છે ? મસ્તકનો આકાર શું કઈ વિશેષતા અથવા વિચારશક્તિનું દર્શન કરાવે છે ? પરંતુ કદાચ પયગંબર એ બધી શારીરિક મર્યાદાઓથી પર હશે?
“તમને મળતાં મને આનંદ થાય છે” એવું એમણે કહ્યું તો ખરું, પરંતુ માનવવાણીની સામાન્ય પદ્ધતિમાં નહિ. એમના ખોળામાં રાખેલા અક્ષરોના પાટિયા પર આંગળી મૂકીને એ એક પછી એક અક્ષરે બતાવ્યે જતા. એવી રીતે મૂક રીતે શબ્દ કહેવાતા જતા અને એમના મંત્રી મારે માટે એમનું ઉતાવળે ઉચ્ચારણ કરતા.
ઈ. સ. ૧૯૨૫ના જુલાઈની દસમી તારીખથી એ સંત પુરુષ એક પણ અક્ષર નથી બોલ્યા. એમના નાના ભાઈએ કહ્યું કે એ અભિનવ પયગંબર જ્યારે મૌન પૂરું કરશે ત્યારે એમનો સંદેશ સંસારને ચકિત કરી દેશે. બાકી અત્યારે તે એ કઠોર મૌન પાળી રહ્યા છે.
પાટિયા પર આંગળી ફેરવીને મહેરબાબાએ પ્રેમપૂર્વક મારા કુશળ સમાચાર પૂછળ્યા, મારા જીવન વિશે પૂછપરછ કરી. અને ભારતવર્ષના મારા રસ-બદલ સંતોષ બતાવ્યો. એમનું અંગ્રેજીનું જ્ઞાન ઘણું સારું હોવાથી મારી ભાષાના અનુવાદ કરવાની આવશ્યકતા ના રહી. એમની લાંબી મુલાકાત માટે મેં કરેલી વિનંતિ ઠેઠ બપોર
Page #46
--------------------------------------------------------------------------
________________
મારી પયગંબર સાથેની મુલાકાત
સુધી એમણે એમ કહીને મુલતવી રાખી કે “તમારી તાકીદની જરૂરત ખોરાક અને આરામ છે.'
એ પછી હું એક પથ્થરના મકાનમાં ગયો. એને અંદર ભાગ ઉઘાડો અને અંધારિયો હતો. એમાં ગાદલા વગરને ખાલી ખાટલે હતો. તૂટયું ફૂટયું ટેબલ હતું અને ૧૮૫૭ના બળવા વખતે સારી સેવા કરી શકી હોત તેવી ખુરશી હતી. એકાદ અઠવાડિયા સુધી મારે ત્યાં રહેવાનું હતું. કાચ વિનાની બારીમાંથી બહાર જોયું તો મને શું દેખાયું ? થોરથી વીંટળાયેલાં, જંગલમાં લાંબે લગી ફેલાયેલાં નાનકડાં ખેડ્યા વિનાનાં ખેતરે.
ચાર કલાક જેટલો સમય સુસ્તીમાં ચાલ્યો ગયો. એક વાર ફરીથી મારે મહેરબાબાની સામે ઇરાની કામળા પર બેસવાનું થયું. એમને મોટો દા એ છે કે સમસ્ત માનવજાતિને આધ્યાત્મિક પ્રકાશ અથવા પ્રત્યક્ષ દોરવણી આપવા માટે એ નિમિત્ત થયા છે, એ દા મારે હજી તપાસવાને હતે.
પિતાના અક્ષરોવાળા પાટિયા પર રચાયેલા પહેલા વાક્યમાં એમણે એ દા વહેતા મૂક્યો.
હું સમસ્ત સંસારને ઇતિહાસ બદલી નાખીશ.” મારી નેંધ કરી લેવાની રીત એમને ના ગમી.
મારી પાસેથી વિદાય થયા પછી તમારી નોંધ ના લખી શકે?” હું એમની સાથે સંમત થયે અને એમના શબ્દોને મારાં સ્મૃતિ–પૃષ્ઠો પર ટપકાવવા લાગ્યો.
ઈશુનું આગમન જેવી રીતે જડવાદી જમાનાને આધ્યાત્મિકતાથી અજવાળવા માટે થયેલું, તેવી રીતે વર્તમાન પ્રજાને આત્મિક વિકાસને વેગ આપવા માટે હું આવી પહોંચ્યો છું. એવાં દૈવી કાર્યોને સમય સદાયે નિશ્ચિત હોય છે, અને સમય પાતાં મારા સત્ય સ્વરૂપની જાણુ હું સંસારને કરી દઈશ. ઈશુ, બુદ્ધ, મહમદ અને જરથુસ્ત જેવા મહાન ધર્મગુરુઓની વચ્ચે ધર્મના
Page #47
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
મહત્વના મૂળભૂત સિદ્ધાંતની એકતા છે. એ બધા પયગંબરોને ઈશ્વરે જ મોકલેલા. એમના ઉપદેશોમાં એમને મુખ્ય સંદેશ સોનેરી દોરાની જેમ વહ્યા કરે છે. એ દૈવી મહાપુરુષો ત્યારે જ બહાર આવ્યા ત્યારે એમની મદદ અત્યંત આવશ્યક હતી, જ્યારે આધ્યાત્મિકતાને એકદમ ઓટ આવેલો, અને જડવાદની બધે જ બોલબાલા હતી. વર્તમાન કાળમાં પણ એ જ વખત આવી રહ્યો છે. આખી દુનિયા અત્યારે ઇન્દ્રિયેની વાસનાઓમાં, જાતીય ભેદભાવોમાં, અને ધનની પૂજામાં પડેલી છે. ઈશ્વરને ભૂલી ગઈ છે. સાચે ધર્મ ભુલાઈ ગયો છે. માનવ જીવન માગે છે અને ધર્મગુરુઓ એને પથ્થર આપે છે. એટલા માટે સાચી ભક્તિની સ્થાપના કરવા અને મનુષ્યને જડવાદની ઘેલછામાંથી જગાડવા ઈશ્વરે પિતાના સાચા પયગંબરને એક વાર ફરીથી મનુષ્યની વચ્ચે મેકલવાની જરૂર છે. હું તે એ પહેલાંના પયગંબરેનું અનુકરણ જ કરી રહ્યો છું. એ મારું જીવનકાર્ય છે. ઈશ્વરે એ માટે મને આદેશ આપ્યો છે.”
મહેરબાબાના મંત્રી એ આશ્ચર્યકારક વિધાનનું પ્રતિપાદન કરતા જતા ને હું શાંતિપૂર્વક સાંભળતો. મારા મનને મેં ખુલ્લું, ટીકારહિત અને કોઈપણ પ્રકારના માનસિક પ્રતીકાર વગરનું રાખેલું એને અર્થ એ નથી સમજવાને કે એ વિધાનને હું સ્વીકારી લેતો હતો. પૂર્વીય સંતપુરુષની વાતોને શાંતિથી સાંભળતાં શીખવું જોઈએ એની મને ખબર હતી. શાંતિથી સાંભળવાની એવી વૃત્તિ નહિ હોય તો પશ્ચિમના માણસને ઘણી મહેનતને અંતે પણ, જ્યાંથી કાંઈક મેળવવા જેવું હશે ત્યાંથી પણ ભાગ્યે જ કશું મળી શકશે. સત્ય ઝીણામાં ઝીણી તપાસની સામે પણ સલામત રહી શકે છે, પરંતુ પૂર્વના લેકેની માનસિક દશાને અનુકૂળ થાય એટલા માટે પશ્ચિમની પદ્ધતિઓમાં ફેરફાર કરવો જોઈએ.
મહેરબાબાએ સહાનુભૂતિ ભરેલું સ્મિત કરીને કહેવા માંડયું?
Page #48
--------------------------------------------------------------------------
________________
મારી પયગંબર સાથેની મુલાકાત
લોકેનું જીવન સુધારવા અને એમને ઈશ્વરને માર્ગે વાળવા માટે પયગંબર કેટલાક કે નિયમે નક્કી કરે છે, ધારાધોરણ બનાવે છે. વખત જતાં એ નિયમ વ્યવસ્થિત ધર્મ કે મતનું રૂપ ધારણ કરે છે. પરંતુ એના સંસ્થાપકના જીવન દરમિયાન રહેનારી આદર્શની ભાવના અને હેતુની નિર્મળતા એના મૃત્યુ પછી જતી રહે છે. એટલા માટે સંસ્થાઓ અને સંપ્રદાયે આત્મિક સત્યને સાક્ષાત્કાર નથી કરાવી શકતાં અને સાચા ધર્મનું આચરણ હમેશાં વ્યક્તિગત વસ્તુ છે. ધાર્મિક સંસ્થાઓ ભૂતકાળને સજીવન કરનારી પુરાતત્ત્વ વિદ્યાની શાખાઓ જેવી જ બની ગઈ છે. તેથી કાઈ નવા ધર્મ મત કે સંપ્રાદયની સ્થાપનાને પ્રયાસ હું નહિ કરું. હું તે બધા લેકાના ધાર્મિક વિચારને નવું સ્વરૂપ આપીશ અને એમનામાં ઊંચી જીવનદષ્ટિને જાગ્રત કરીશ. ધર્મસંસ્થાપકના મરણ પછી કેટલેય વખતે શોધાયેલા સિદ્ધાંતો આપણને નવાઈ લાગે એટલા બધા પ્રમાણમાં વારંવાર વિરોધાભાસી લાગતા હોય છે. પરંતુ બધા ધર્મોનાં મૂળ તો સમાન છે. કારણકે એ પરમાત્મા પાસેથી જ પ્રાપ્ત થાય છે. એટલા માટે હું જાહેરમાં આવીશ ત્યારે કેઈ ધર્મની ઉપેક્ષા નહિ કરું અને એની સાથે સાથે કોઈ ખાસ ધર્મને ઉપદેશ પણ નહિ આપું. માનવમનને ભેદભાવથી મુક્ત કરવાની અને સર્વ ધર્મોના મૂળમાં રહેલા જરૂરી સિદ્ધાંતોની એકતાને અનુભવ કરાવવાની મારી ઈચ્છા છે. પ્રત્યેક પયગ બર જાહેર ક્ષેત્રમાં બહાર આવતાં પહેલાં સમય, સંજોગે, અને મનુષ્યની મનોવૃત્તિ વિશે વિચાર કરે છે. અને એથી જ પોતાના જમાનાને માટે જરૂરી હોય એ ઉપદેશ આપતા હોય છે.
મારા મગજમાં એ વિચારે બરાબર જામી જાય એટલા માટે મહેરબાબાએ થોડી વાર શાંતિ રાખી, અને પછીથી એમના શબ્દો જુદી જ દિશામાં વહેવા માંડ્યા.
વર્તમાન કાળમાં દુનિયાના બધા દેશે એક બીજાની કેટલી બધી નજીક આવી પહોંચ્યા છે તે તમે નથી જોતા ? રેલવે, સ્ટીમર,
Page #49
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ટેલિફોન, તાર, રેડિયો અને વર્તમાનપત્રીએ આખી દુનિયાને ગૂંથીને એક કરી છે તે તમે નથી જાણતા ? એક દેશમાં બનતા બનાવને દસ હજાર માઈલ દૂરના દેશના લેકે એક જ દિવસમાં જાણી લે છે તેથી મહત્વને સંદેશ આપવાની ઈચ્છાવાળા માનવીને સંદેશ સમસ્ત માનવજાતિ સાંભળી શકે તેમ છે. એની પાછળ ચોક્કસ કારણ પણ છે. એવે વખત જલદી આવી રહ્યો છે કે જ્યારે મનુષ્યજાતિ એક સર્વસામાન્ય આધ્યાત્મિક મતને સ્વીકાર કરશે. બધા જ દેશના લેક એને લાભ ઊઠાવશે. બીજી રીતે કહું તો મારે માટે વિશ્વવ્યાપી સંદેશ આપવાની ભૂમિકા તૈયાર થઈ રહી છે.'
એ આકસ્મિક જાહેરાતથી પુરવાર થયું કે મહેરબાબાને પિતાના ભવિષ્યમાં પૂરો અથવા અસીમ વિશ્વાસ છે. એમના વર્તન પરથી એની પ્રતીતિ થતી હતી. એમની પોતાની ગણતરી પ્રમાણે એમની શક્તિ એક દિવસ અતિશય કીમતી સાબિત થવાની હતી !
“પરંતુ જગતને તમારા જીવનકાર્યની જાણ ક્યારે કરશે ?”
મેં પૂછયું.
જ્યારે બધે અંધાધૂંધી અને અશાંતિ ફેલાશે ત્યારે જ મારું મૌન ખોલીને હું મારે સંદેશ વહેતો કરીશ. ત્યારે જ મારી ખરેખરી જરૂર પડશે જ્યારે ધરતી પર ધરતીકંપ થશે, પૂર આવશે, જવાલામુખી ફાટશે અને એવા બીજા ભયંકર ઉલ્કાપાત થશે. જયારે પૂર્વ કે પશ્ચિમમાં યુદ્ધની જ્વાળા સળગી ઊઠશે ત્યારે. આખી દુનિયાને માથે દુઃખ પડે તે જ આખી દુનિયાને ઉદ્ધાર થઈ શકે.”
એ યુદ્ધની તારીખની તમને ખબર છે?” “હા. એ કાંઈ બહુ દૂર નથી. પરંતુ હું તારીખ બતાવવા નથી માગતો.”
એવી ભવિષ્યવાણી તો ભયંકર કહેવાય.” મેં ઉગાર કાવ્યો.
મહેરબાબા ક્ષમા માગતા હોય તેમ એમની પાતળી, અક્ષરેનું આલેખન કરનારી આંગળીઓ ફેલાવવા માંડ્યા.
Page #50
--------------------------------------------------------------------------
________________
મારી પયગંબર સાથેની મુલાકાત
સાચું છે. યુદ્ધ ખરેખર ભીષણ થશે. વૈજ્ઞાનિક શક્તિને લીધે છેલ્લા યુદ્ધ કરતાં પણ એ ભારે ખતરનાક થઈ પડશે. એ બહુ જ થોડો વખત અથવા થોડા મહિના જ ચાલશે. એની ભારે અમંગલ ઘડીએ હું જાહેર થઈને સંસારને મારે જીવનસંદેશ સંભળાવીશ. મારી આત્મિક શક્તિ તથા ભૌતિક મદદથી યુદ્ધને જલદી અને વિચિત્ર અંત આણીને દુનિયાના દેશમાં હું શાંતિ સ્થાપીશ. એની સાથે સાથે આ પૃથ્વી પર કેટલાક સ્વાભાવિક ફેરફાર પણ થઈ રહેશે. દુનિયાના વિભિન્ન ભાગોમાં જાનમાલની હાનિ થશે. દુનિયાની પરિસ્થિતિ જ એવી હશે કે મારે પયગંબરને પાઠ ભજવવો પડશે. મારું આધ્યાત્મિક કાર્ય જરૂર પૂરું થશે તેની ખાતરી રાખજે.”
એમને છેલ્લે શબ્દ પૂરો થયો એટલે એમના ટૂંકા કદના, ઘઉં વર્ણના વદનવાળા, કાળી ગોળ મરાઠી ટોપીવાળા, સેક્રેટરી મારા તરફ પ્રભાવશાળી નજરે જોવા લાગ્યા. એમના વદન પરના ભાવ જાણે કે કહી રહ્યા હતા કે “જોયું ? તમને કેવું લાગ્યું ? અમને કેવી અગત્યની વસ્તુઓ જાણવા મળે છે તે જાણ્યું ?”
એમના ગુરુની આંગળી પાટિયા પર ફરી પાછી ફરવા માંડી. અને એને ન ભાવાર્થ કહેવા માટે એ તૈયાર થયા.
વિશ્વયુદ્ધ પૂરું થયા પછી સુખશાંતિને એક ન લાંબે કાળ શરૂ થશે. નિઃશસ્ત્રીકરણ પછીથી કેવળ વાતને વિષય નહિ રહે, પરંતુ વાસ્તવિકતા બનશે. જાતિ તથા સંપ્રદાયના ઝઘડાઓને અંત આવશે. ધાર્મિક સંસ્થાઓ વચ્ચેના મતમતાંતરનાં ઘર્ષણ મટી જશે. હું દુનિયામાં બધે જ પ્રવાસ કરીશ અને લેકે મને જોવા માટે બેચેન બનશે. પ્રત્યેક પ્રદેશ, શહેર ને ગામમાં મારો આધ્યાત્મિક સંદેશ ફરી વળશે. વિશ્વબંધુત્વ, શાંતિ, ગરીબ તથા પછાત પ્રત્યે સહાનુભૂતિ અને ઈશ્વરને માટે પ્રેમ એ સૌને હું પ્રચાર કરીશ.”
તમારા પોતાના દેશ ભારતના સંબંધમાં શું?”
ભારતની હાનિકારક જ્ઞાતિસંસ્થાને જ્યાં સુધી જડમૂળથી નાશ નહિ કરું ત્યાં સુધી હું જંપીશ નહિ. જ્ઞાતિની સ્થાપનાને લીધે
Page #51
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
બીજા દેશોની સરખામણીમાં ભારત પછાત રહી ગયું. હલકી જ્ઞાતિના તથા તરછોડાયેલા માણસોની ઉન્નતિ પ્રત્યે જ્યારે ધ્યાન આપવામાં આવશે ત્યારે જ ભારત દુનિયાના સૌથી મોટા પ્રભાવશાળી દેશમાં એક બની શકશે.'
“એના ભવિષ્યનું શું ?”
પિતાની અંદર ત્રુટિઓ હોવા છતાં, ભારત દુનિયાને સૌથી મેટે આધ્યાત્મિક દેશ છે. ભવિષ્યમાં તે બધા દેશોના નેતા પદે બિરાજશે. ધર્મના બધા સંસ્થાપકને જન્મ પૂર્વમાં થયો છે, અને આધ્યાત્મિક માર્ગદર્શન માટે પણ સૌએ પૂર્વ તરફ જ જેવું રહેશે.”
પશ્ચિમના મેટા દેશના લેકે પૂર્વના નાના, નમ્ર, ઘઉંવર્ણી લકાને ચરણે બેઠા છે એવી કલ્પના કરવા માંગું છું. પરંતુ એમાં મને સફળતા નથી મળતી. મારી સામે બેઠેલા સફેદ ઝભ્ભાધારી પુરુષ જાણે કે મારી મુશ્કેલી સમજી ગયા અને કહેવા લાગ્યા :
ભારતની કહેવાતી ગુલામીને એની સાચી ગુલામી ના સમજી લેતા. એ ગુલામી તો બહારની અને એથી કામચલાઉ છે. બહારથી જોતાં રાષ્ટ્રની શક્તિ હણાઈ ગયેલી લાગે છે તો પણ રાષ્ટ્રને આત્મા તો અમર જ છે.”
એ ટૂંકું સ્પષ્ટીકરણ મળતાં મારી સમજશક્તિ કાંઈક શાંત થઈ. મેં પહેલાંની વાત પર આવવાનું ઠીક માન્યું.
“બીજાં કેટલાંક સાધનો દ્વારા તમારા સંદેશ વિશે પશ્ચિમમાં અમે ઘણું ઘણું સાંભળ્યું છે. તમારે કોઈ નવી વાત કહેવાની છે?”
શબ્દો દ્વારા જૂનાં આમિક સત્યને પડધે જ પાડી રહ્યો છું. પરંતુ મારી યોગશક્તિ સંસારમાં નવજીવનને સંચાર કરવાની છે.”
એ મુદ્દા પર મેં મનને સ્થિર કર્યું. ક્ષણ વાર બધે શાંતિ છવાઈ રહી. મેં વધારે કશું ના પૂછવું. માથું ફેરવીને મેં ગુફાની બહાર જોયું. દૂર દૂર શાંત ખેતરની પાછળ ટેકરીઓની હારમાળા ઊભી રહી છે. આકાશમાં તપતે નિર્દય સૂર્ય મનુષ્ય, પ્રાણી અને પૃથ્વીને એક
Page #52
--------------------------------------------------------------------------
________________
મારી પયગમ્બર સાથેની મુલાકાત
૬૯
સરખા તપાવી રહ્યો છે. મિનિટા વીતી રહી છે. એવી એકાંત ગુફામાં સખત તાપમાં રસ લેનારા લેાકેાની વચ્ચે રહીને દુનિયાને સુધારવાની ભવ્ય યાજનાઓ બનાવવાનું અને મેાટા મન ફાવે તેવા, ધાર્મિક વિચારા ધરાવવાનુ` સહેલુ છે. પરંતુ વ્યાવહારિકતાની વચ્ચે ભૌતિક સુધારણાથી ધમધમતાં શહેરાની કઠોર પરિસ્થિતિઓમાં, સૂર્યના ઊગવાથી જેમ ધુમ્મસ દૂર થાય છે તેમ એવા વિચારોને ભાંગીને ભુક્કો થઈ જાય.
૮ યુરોપ જરા સખત અને શંકાશીલ છે.’ નવા પયગંબર તરફ કરીને મે કહ્યું ને પૂછ્યું: તમે જે ખેાલા છે તે સાચા દેવી અધિકારથી ખેલે છે એની ખાતરી કેવી રીતે કરાવી શકશે! ? ધર્મથી અપરિચિત લેાકેાને તમે તમારી ધાર્મિક માન્યતામાં રસ લેતા કેવી રીતે કરી શકો ? પ્રત્યેક પશ્રિમવાસી એમ જ કહેશે કે એ અશકય છે. અને તમારે પરિશ્રમ જોઈને એ તમારી સામે હસશે પણ ખરા.’
· તમે જાણતા નથી કે એ વખતે પરિસ્થિતિ કેટલી બધી બદલાઈ ગઈ હશે.’
મહેરબાબાએ પેાતાના પાતળા, ફ્રીકા હાથ ઘસવા માંડયા પછી એમણે કેટલાક વિચિત્ર દાવા ઉમેર્યા. એ દાવા તદ્દન સહ રીતે રજૂ કરાતા હોવા છતાં, મને કાંઈક વધારેપડતા લાગ્યા.
• એક વાર મારી જાતને જાહેરમાં પયગંબર તરીકે ઓળખા એટલે મારી શક્તિની આગળ કશું જ નહિ ટકી શકે. એ વખ મારા જવનકાર્યને પુરવાર કરવા જાહેરમાં ચમત્કારો પણ બતાવીશ. આંધળાને દૃષ્ટિ આપવી, માંદાને સાજા કરવા, ૨ અને અશક્તને મદદ કરવી અને મરેલાંને પણ બેઠાં કરવાં, મારે માટે બાળકના ખેલ જેવું સહેલું થઈ પડશે. એ ચમત્કા એટલા માટે કરીશ કે એમને લીધે બધે જ સ્થળે લેાકેાને મા ભા, આ. ૨. ખેા, પુ
Page #53
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
તેમ જ મારા સંદેશમાં શ્રદ્ધા પેદા થશે. કેવળ કાઈના કુતૂહલને સંતાષવા માટે જ એવા ચમત્કાર નહિ કરું. શકાવાદીઓને ખાતરી કરાવવા માટે જ એમને આશ્રય લેતા હોઈશ.’
હું સ્તબ્ધ બની ગયેા. એ મુલાકાતે સામાન્ય ઝુદ્ધિની સીમા વટાવી દીધી હતી. મને જરાક સંાચ થયા. અમે કલ્પનાના કારા પ્રદેશમાં પ્રવેશી ચૂકયા હતા.
ચમત્કાર
પારસી પયગંબરે કહેવા માંડયું : ' એક વસ્તુની ગેરસમજ ના કરતા. મારા શિષ્યાને મેં હમેશાં કહ્યું છે કે એ ચમત્કારો એમને માટે નથી કરવાના પણ લેાકેાને માટે કરવાના છે. એકે કરી બતાવવાની ઇચ્છા મને નથી થતી, પરંતુ મને લાગે છે કે સામાન્ય લેાકેાનાં મન એથી મારી તરફ વાળી શકાશે. દુનિયાના લેાકાને આધ્યાત્મિક બનાવવાની ઇચ્છાથી પ્રેરાઈને જ, એવા ચમત્કારો બતાવીને હું એમને ચકિત કરીશ.’
ખાબાએ ઘણી ચમત્કારિક વસ્તુઓ કરી બતાવી છે.’ સેક્રેટરી વચ્ચે ખેલ્યા.
૭૦
'
હું તરત જ સાવધાન બન્યા.
·
દાખલા તરીકે ? ’મેં ઉત્સુકતા બતાવી.
'
ગુરુએ અસંમતિ દર્શાવતું, આત્મપ્રવચના કરતું, સ્મિત કર્યુ. • એમને ફરી વાર કહી દેા, વિષ્ણુ ! ' એ પેાતાની ભાષામાં ાવે છેઃ જરૂર પડયે હું કાઈ પણુ ચમત્કાર કરી શકું છું. મારી દૈવી દશાની પ્રાપ્તિ કરી ચૂકેલાને માટે એમ કરવું સહેલું છે.’ સેક્રેટરીની મુલાકાત લઈને ખીજે દિવસે એ ચમત્કારિક પ્રસંગે શે માહિતી મેળવવાના મેં સંકલ્પ કર્યાં. મને થયું કે મારી શેાધમાં પ્રસંગે! ઘણા રસમય ફાળે આપી શકશે. મારું આગમન એક ગત નિરીક્ષક તરીકે થયું હેાવાથી, પ્રત્યેક પ્રકારની સાચી હકીકત જોઈતા ખારાક પૂરા પાડરશે, એવું મને લાગ્યા વિના ના રહ્યું. વચ્ચે વળી થાડીક શાંતિ રહી. સંત પુરુષને મે એમના જીવન થોડાક પ્રકાશ પાડવાની વિનતિ કરી.
Page #54
--------------------------------------------------------------------------
________________
યંગબર સાથેની મુલાકાત
૭૧
વિષ્ણુ, એમને એ પણ કહી દેજો.” પેાતાના સેક્રેટરી તરફ નિર્દેશ કરતા એ ખેાલી ઊઠયા. ‘ તમે અહીં થેાડા વખત ના છે એટલે મારા શિષ્યા સાથે વાતચીત કરવાની પૂરતી તક ને મળી રહેશે. એ તમને મારા પૂર્વજીવન વિશે વાત કરશે.’
અમારી વાતચીત સામાન્ય વિષયે પૂરતી મર્યાદ્રિત રહી. એ પછી અમે છૂટા પડચા. મારા ઉતારા પર પહેાંચીને સૌથી પહેલાં તા મેં સિગારેટ સળગાવી, સિગારેટ પીવાની મનાઈનુ મેં એવી રીતે સાટું વાળ્યું, અને એના અનિયમિત રીતે ઉપર ઊડતા સુગધિત ધુમાડાનું અવલેાકન કરવા માંડયું.
સાંજે એક વિચિત્ર દશ્ય જોવા મળ્યું. તારાઓએ મદમદ પ્રકાશવાનું શરૂ કર્યું, દિવસ ઘેાડેાક બાકી રહ્યો, અને એ ગહન ઝાંખા પ્રકાશમાં થાડાં ઝાંખાં ફાનસે સળગવા માંડયાં. મહેરબાબા એમની ગુફામાં બેઠા હતા. એ વખતે એમના ભકતા, મુલાકાતીઓ, અને નજીકના ગામ આરગામના લેાકેાના વિવિધરંગી સમુદાય પ્રવેશદ્વાર આગળ એકઠા થયા.
મહેરબાઞા જ્યાં હોય ત્યાં પ્રત્યેક સાંજે જે વિધિ કરવામાં આવે છે તે વિધિને આરંભ થવાનેા હતે. કાઈક ભક્તના હાથમાં દીવાની પેઠે કામ કરનારા ધાતુના છીછરા પ્યાલા હતા. એની દીવેટ સુખડના સુગંધિવાળા તેલમાં ખેાળેલી હતી. ગુરુના મૉંગલ મરતકની આગળ એનાર્થી એણે સાત વાર આરતિ ઉતારી. એકઠા થયેલા લેાકા એ વખતે સમૂહમાં માટે સ્વરે સ્તુતિ તથા પ્રાના કરવા લાગ્યા. એમની મરાઠી ભાષાના સ્વરમાં વારંવાર આવતે બાબા શબ્દ હું સાંભળી શકયો. એ સ્તુતિ એમના ગુરુની અતિશયાક્તિભરી પ્રશંસાથી ભરેલી હતી એ સ્પષ્ટ હતું. બધા જ એમના તરફ આદરભરેલી આંખે જોઈ રહેલા, મહેરબાબાના નાના ભાઈ નાના, ઊંચકીને લઈ જઈ શકાય તેવા, હારમેાનિયમ પાસે બેઠેલા. ગાયકાને ઉત્સાહ આપવા એ એક જાતનું કરુણુ સંગીત છેાડી રહેલા.
Page #55
--------------------------------------------------------------------------
________________
કરે
ભારતના આધ્યાત્મિક રહસ્યની
એ વિધિ દરમિયાન, દરેક ભકતે ગુફા પાસે આવી, મ સાષ્ટાંગ પ્રણામ કરી, એમના ઉઘાડા ચરણને ચુંબન કર્યું તો એટલાં બધાં ભાવવિભોર બની ગયાં કે ચુંબનની ક્રિયાને મિનિટ સુધી લંબાવ્યે રાખી. મને જણાવવામાં આવ્યું કે એ આધ્યાત્મિક રીતે ઘણી જ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ ભક્ત પર એથી મહેરબાબાના આશીર્વાદ ઊતરે છે એટલું જ ન પણ ભક્તનાં કેટલાંક પાપ પણ એને લીધે આપોઆપ ધોવાઈ જાય છે
બીજે દિવસે શું જોવા મળશે તેની કલ્પના કરતો હું મારે ઉતારા તરફ ચાલી નીકળ્યો. ખેતરોની આરપારર્થ અને જંગલમાંથી રાત્રીની નીરવતાને ભંગ કરતા શિયાળના શબ્દ સંભળાતા હતા.
બીજે દિવસે મેં સેક્રેટરીને તથા અંગ્રેજી બોલતા શિષ્યોને એમને લાકડાના બંગલાઓમાંના એક બંગલાની બહાર એકઠા કર્યા. અમે અર્ધગોળાકારમાં બેઠા. અંગ્રેજીના જાણનાર કેટલાક લેકે થોડેક દૂર ઊભા રહીને હસતે મુખે અને સમય નેત્રે અમને જોઈ રહેલા. એ સૌનાં મન તેમ જ સંસ્મરણોમાંથી, હું જેમને વિશે અજાણ હતો એવી એમના આશ્ચર્યકારક ગુરુદેવના જીવનની કેટલીક વિગતો તારવવાની મેં શરૂઆત કરી.
એમનું નામ તે મહેર હતું, પરંતુ પિતાને એ સદ્ગુરુ મહેરબાબાને નામે ઓળખાવતા. સદ્ગુરુ એટલે સાચા ને સંપૂર્ણ ગુરુ, અને બાબા શબ્દને પ્રાગ ભારતના કેટલાક લે કે ભક્તિભાવથી પ્રેરાઈને કરતા હોય છે. એમના શિષ્ય મોટે ભાગે એમને એ જ નામથી સંબોધતા.
મહેરબાબાના પિતાજી ઈરાની હતા. એ જરથોસ્તી ધર્મ પાળતા, ને એક ગરીબ યુવક તરીકે ભારતમાં આવેલા. મહેર એમના પહેલા પુત્ર હતા. એમને જન્મ પૂના શહેરમાં ઈ. સ. ૧૮૯૪માં થયેલું. પાંચ વરસની ઉંમરે એમને નિશાળમાં દાખલ કરેલા. એમને અભ્યાસ સારો હતો, અને સત્તર વરસે એ મેટ્રિક
Page #56
--------------------------------------------------------------------------
________________
મારી પયગંબર સાથેની મુલાકાત
-
૭૬
થયા. પછી પૂનાની ડેક્કન કૉલેજમાં દાખલ થઈને બે વરસ સુધી ઠીક ઠીક આધુનિક શિક્ષણ પણ મેળવ્યું.
એ પછી એમના જીવનને વેદનામય, ગહન, તબક્કો શરૂ થયો. એક દિવસ સાંજે સ્કૂલમાંથી સાયકલ પર પાછા ફરતાં એક પ્રખ્યાત મુસલમાન સ્ત્રીફકીરના ઘર પાસેથી એ પસાર થતા'તા. એ સ્ત્રીનું નામ હઝરત બાબા જાન હતું અને એ સૌથી પણ વધારે ઉમરની કહેવાતી. એના લાકડાના સાદા, એક ઓરડાના, ઘરની બહારની જાળીવાળી ઓસરીમાંની પથારી પર એ આરામ કરતી'તી. એની પાસેથી સાયકલ નીકળી તે જ વખતે એ વૃદ્ધ સ્ત્રીએ ઊઠીને સંકેત કર્યો. એ સાયકલ પરથી ઊતરીને એની પાસે ગયા. એના હાથને હાથમાં લઈને એ ભેટી અને એમના કપાળ પર ચુંબન કર્યું.
એ ઘટના પછીથી જે બન્યું તેના વિશે ચોખ્ખી માહિતી ના મળી. મને એમ કહેવામાં આવ્યું કે યુવક શુન્યમનસ્ક જેવી દશામાં ઘેર ગયો, અને પછીના આઠ મહિના દરમિયાન એની માનસિક શક્તિઓ ક્રમેક્રમે ઘટતી ગઈ અને આખરે એને માટે બરાબર ભણવાનું પણ મુશ્કેલ થઈ પડયું. છેવટે ભણવાનું એકદમ અશકય થઈ પડવાથી કોલેજને એણે તિલાંજલિ આપી.
યુવાન મહેરના જીવનમાં એ પછી અર્ધગાંડપણની દશા ચાલુ થઈ. પોતાની સંભાળ રાખવાનું એને માટે કપરું થઈ પડયું. એની આંખ નીરસ ને નિચેતન જેવી બની ગઈ. મનુષ્યનાં જમવા, સ્નાન કરવા, તથા કુદરતી હાજતે જવા જેવાં બીજાં પ્રાથમિક કામ કરવાની શક્તિ કે બુદ્ધિ પણ એનામાં ના રહી. પિતાજી ખાવાનું કહેતા ત્યારે એ યાંત્રિક રીતે ખેરાક લેતો. નહિ તો ભજન શા માટે રાખવામાં આવ્યું છે એનું ભાન પણ એને ના રહેતું. સંક્ષેપમાં કહીએ તો એની દશા માનવીય સંચા જેવી થઈ ગઈ.
વીસ વરસના યુવકની સંભાળ ત્રણ વરસના બાળકની જેમ એનાં માબાપને રાખવી પડે ત્યારે મનની શક્તિ હણાઈ ગઈ છે એવું
Page #57
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
તે સહેજે સમજી શકાય. ગભરાયેલા પિતાએ એમ માન્યું કે પરીક્ષામાટેની ગે ખણ-પટ્ટીને લીધે એના મગજને વધારે પડતો પરિશ્રમ પડતો લાગે છે. મહેરને જુદાજુદા ડોકટર પાસે લઈ જવામાં આવ્યું. એમણે ચિત્તતંત્ર તૂટી પડયું છે એવું નક્કી કરીને એને ઈનજેકશન આપ્યાં. નવ મહિનામાં એની દયનીય દશામાં સુધારો થવા માંડ્યો. તે ધીરેધીરે વધતે ગયે. છેવટે એ પિતાની આસપાસના વાતાવરણને બુદ્ધિપૂર્વક સમજવા માંડ્યો. ને સામાન્ય રીતે સારું વર્તન પણ કરવા લાગ્યો.
એને પૂર્વવત્ આરામ તો થયો, પરંતુ એની પ્રકૃતિ બદલાઈ ગઈ. એની વિદ્વત્તાવિષયક મહત્ત્વાકાંક્ષાને અંત આવ્ય, લૌકિક જીવનકારકિર્દીની મહત્વાકાંક્ષા પર પણ પાણી ફરી વળ્યું અને રમતગમત માટે એને રસ પણ મટી ગયો. એને ઠેકાણે ધાર્મિક જીવન જીવવાની તીવ્ર તરસ પેદા થઈ અને આત્મિક રંગે રંગાઈ જવાની અખંડ ઇચ્છાએ ઘર કર્યું.
મહેરને વિશ્વાસ હતો કે જીવનના એ બધા ફેરફારો મુસલમાન સ્ત્રીફકીરે કરેલા ચુંબનને જ આભારી હતા. તેથી પોતાના ભાવિજીવન વિશે માર્ગદર્શન મેળવવા મહેરે એ વૃદ્ધાની મુલાકાત લીધી. એણે એને કોઈ સદ્ગની પ્રાપ્તિ કરવાની સૂચના કરી. એણે પૂછયું કે એવા સદ્ગુરુ ક્યાં મળશે ? જવાબમાં એણે હવામાં અનિશ્ચિત રીતે હાથ હલાવ્યો, એટલું જ.
એણે પિતાની આજુબાજુના કેટલાક પ્રસિદ્ધ સંતપુરુષની મુલાકાત લીધી. પછી પૂનાથી સો માઈલ સુધીનાં ગામડાં જોયાં. એક દિવસ એ સાકેરી પાસેના એક નાના પથ્થરના મંદિરમાં જઈ ચઢયા. મંદિર ઘણું નાનું હતું, પણ ગ્રામજનોના કહેવા પ્રમાણે
ત્યાં એક અત્યંત પવિત્ર સંતપુરુષ વાસ કરતા. મહેરે એમના દર્શનથી અનુભવ કર્યો કે પિતાના ગુરુ એને મળી ગયા છે.
પવિત્ર જીવન જીવવાની ભાવનાવાળા યુવાન સાર્ધક અવારનવાર સાકેરીની સફર કરવા માંડી. સામાન્ય રીતે પોતાના ગુરુની સાથે એ
Page #58
--------------------------------------------------------------------------
________________
મારી પયગંબર સાથેની મુલાકાત
-
૭૫
એકીસાથે થોડાક દિવસો પસાર કરતા, પરંતુ એક વાર એણે ચાર મહિના પસાર કર્યા. મહેરે કહ્યું કે એ વખત દરમિયાન એને પૂર્ણ બનાવવામાં આવ્યું અને એના જીવનકાર્ય માટે તૈયાર કરવામાં આવ્યો. એક દિવસ સાંજે પિતાના ત્રસ જૂના સહાધ્યાયી અથવા વિદ્યાર્થી મિત્રોને ભેગા કરી, એમને અગત્યના મેળાપની ગૂઢ સૂચના આપી, સાકારીના નાના મંદિરમાં લઈ આવ્યો. બારણું બંધ કરવામાં આવ્યાં. અને એ પછી ગંભીર દેખાતા ઉપાસની મહારાજે ઊભા થઈને સૌને ઉપદેશ આપ્યો. એમણે એમને ધર્મને ઉપદેશ આપ્યો, સગુણી બનવાની ભલામણ કરી, કહ્યું કે મહેરને એમણે પિતાના જ્ઞાન અને ગબળને આધ્યાત્મિક વારસદાર બનાવ્યો છે. અને છેલ્લે છેલ્લે ચકિત થયેલા યુવાને જાહેર કર્યું કે મહેરને આત્મિક પૂર્ણતાની પ્રાપ્તિ થઈ છે. પોતાના પારસી મિત્રના અનુયાયી બનવાની એમણે સૌને શિખામણ આપી અને કહ્યું કે એ શિખામણ પ્રમાણે ચાલવાથી આ લેકમાં તેમ જ પરલોકમાં ઉત્તમ પ્રકારને આધ્યાત્મિક લાભ મળી રહેશે.
તાઓમાંના કેટલાકે એ શિખામણને અમલ કર્યો અને બીજા કેટલાક શંકાશીલ રહ્યા. એકાદ વરસ બાદ, સત્તાવીસમે વરસે, યુવાન મહેરે પિતાને થોડાક મુલાકાતીઓની આગળ જાહેર કર્યું કે પોતાના જીવનમાં કરવાના અલૌકિક કાર્યની પિતાને ખબર પડી છે, અને ઈશ્વર એને મનુષ્યજાતિને માટે ભારે ઉપકારક મહાન કામ સુપ્રત કર્યું છે. પોતાને એ જીવનકાર્યની સુસ્પષ્ટ રૂપરેખા એણે ન આપી, પરંતુ થોડાંક વરસોમાં બધો ભેદ બહાર પાડ્યો. એને માટે પયગંબર બનવાનું નક્કી થયું હતું !
ઈ. સ. ૧૯૨૪માં મહેરે પહેલી વાર ભારતની બહાર પગ મૂક્યો. છ શિષ્યો સાથે એમણે ઈરાનના પ્રવાસને પ્રારંભ કરતાં કહ્યું કે પોતાના પૂર્વજોના દેશને પોતે પ્રવાસ કરવા માગે છે. વહાણ
જ્યારે બુશરે બંદરે આવી પહોંચ્યું ત્યારે એકાએક વિચાર બદલીને ઘર તરફ જતાં બીજાં વહાણમાં બેસી જઈને એમણે એ સ્થળને
Page #59
--------------------------------------------------------------------------
________________
७६
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
ત્યાગ કર્યો. ત્રણ મહિના પછી બળવાખોર સૈનિકે એ ઈરાનની રાજધાની તહેરાન કબજે કર્યું અને રાજાને પદભ્રષ્ટ કર્યો. ગાદી પરુ બીજા નવા શાહને બેસાડ્યા.
મહેરબાબા એ વખતે એમના અનુયાયીઓને ઉદ્દેશીને કહેવા માંડ્યાઃ
ઈરાનની મારી મુલાકાત દરમિયાન મેં કરેલા યુગકાર્યનું પરિણામ હવે તમે જોઈ શક્યા !”
એમના શિષ્યોએ મને જણાવ્યું કે નવા રાજાના હાથ નીચે ઈરાન વધારે સુખી દેશ બની ગયો છે, અને મુસલમાનો, જરથુસ્તધર્મીઓ, યહૂદીઓ અને ખ્રિસ્તીઓ બધા સંપથી સાથે રહે છે. જૂના રાય દરમિયાન તો એમની અંદર કાયમના કજિયા ચાલ્યા કરતા. અને ભયંકર અત્યાચાર પણ થતા રહેતા.
એમની એ રહસ્યમયી મુસાફરી પછી થોડાં વરસોમાં મહેરબાબાએ એક અવનવી શિક્ષણ સંસ્થા શરૂ કરી. એમની સૂચનાનુસાર એક શિષ્ય આરણગામની બાજુમાં સંસ્થાનની અત્યારની જગ્યા ખરીદ કરી. થોડાક સાધારણ બંગલા તથા ઘાસનાં છાપરાં તેમ જ લાકડાના થાંભલાવાળાં ઝૂંપડાં બનાવવામાં આવ્યાં. પછીથી એક બેડિંગ-સ્કૂલ ખૂલ્લી મૂકવામાં આવી. એના શિક્ષકોની ભરતી મહેરબાબાના શિક્ષિત શિષ્યોમાંથી અને વિદ્યાર્થીઓની ભરતી ભક્તોનાં કુટુંબો તથા મિત્રોમાંથી કરવામાં આવેલી. શિક્ષણ માટે કંઈ ફી ન હતી અને રહેવાનું ને જમવાનું પણ મફત હતું. બીજા સામાન્ય વિષયો ઉપરાંત એ સ્કૂલમાં ધર્મનું ખાસ બિનસાંપ્રદાયિક શિક્ષણ મહેરબાબા પોતે જ પૂરું પાડતા.
એવી આકર્ષક શરતોને લીધે સો જેટલા છોકરાઓને ભેગા કરવાનું કામ સહેલું થયું. બારેક તો દૂર ઈરાનમાંથી આવી પહોંચ્યા. એ છોકરાઓને બધા જ ધર્મોમાં ઓછેવત્તે અંશે માન્ય સદાચારના સિદ્ધાંત શીખવવામાં આવ્યા તથા મહાન પયગંબરની જીવન
Page #60
--------------------------------------------------------------------------
________________
મારી પયગંબર સાથેની મુલાકાત
-
૭૭:
કથાઓથી પણ પરિચિત કરવામાં આવ્યા. ધીરેધીરે ધાર્મિક શિક્ષણ આખાયે અભ્યાસક્રમનું અગત્યનું અંગ બની ગયું, અને મહેરબાબાએ મેટા છેકરાઓને પાણીની પેઠે ચંચળ સ્વભાવના ભક્તિમય રહસ્યવાદ તરફ દોરવા માંડ્યા. એમને એક પવિત્ર વ્યક્તિ માનવાનું અને એથી આગળ વધીને એમને પૂજવાનું પણ એ સૌને શીખવવામાં આવ્યું. આગળ જતાં કેટલાક છોકરાઓમાં ધાર્મિક ઉન્માદની નિશાનીઓ પણ દેખાવા લાગી. થોડાક દિવસને અંતરે એમની અંદર વિચિત્ર બનાવ બનવા માંડ્યા.
એ અસામાન્ય સ્કૂલની એક નંધપાત્ર વિશેષતા એ હતી. એના વિદ્યાર્થીઓ જુદી જુદી જાતિ, જુદાંજુદાં કુળ અને સંપ્રદાયના હતા. હિંદુ, મુસલમાન, ભારતીય, ખ્રિસ્તી અને પારસી પરસ્પર છૂટથી હળતામળતા, પરંતુ મહેરબાબાની દીચ્છા વધારે ભરતી કરવાની હતી. પોતાના મુખ્ય શિષ્યને એમણે કેટલાક ગોરા વિદ્યાર્થીઓને શોધી લાવવા માટે ઇંગ્લેન્ડ મોકલ્યા. બાબાના એ દૂતને પોતાના કામમાં ઘણી મુશ્કેલી પડી, કારણ કે ગોરાં માબાપ પિતાનાં બાળકોને દૂર એશિયામાં અજાણ્યા એક પુરુષ પાસે ભણવા મેકલવા તૈયાર ન થયાં. વળી બધા ધર્મોનું સંમિશ્રિત શિક્ષણ આપનારી સ્કૂલનો વિચાર પણ એમને બહુ ના ગમે. ઇંગ્લેન્ડની ઘણી સ્કૂલોમાં જુદા જુદા સંપ્રદાયના વિદ્યાર્થીઓ સહજ રીતે જ ભેગા થાય છે અને તે પણ સાંપ્રદાયિક ભાવોથી ભરેલા ભારતમાં એને માટે જે ઊહાપોહ મચાવવામાં આવે છે તેવા કેઈ પણ જાતના ઊહાપોહ વગર.
ભારતમાંના બાબાના દૂતને એક દિવસ એક એવા અંગ્રેજનો મેળાપ થયે જેમણે એકાદ બે વાર્તાલાપ પછી તરત જ મહેરબાબાનો પયગંબર તરીકે સ્વીકાર કર્યો. એ માણસ ઘણુ ઉત્સાહી પ્રકૃતિના હતા તથા લંડનમાં ફેલાયેલા વિવિધ મતમતાંતરોનો પરિચય પણ પ્રાપ્ત કરી ચૂકેલા, તેથી એમની સમજ પ્રમાણે મહેરબાબાના વધારે ઊંચા સંદેશ માટે એ તૈયાર થયા. એમણે ગરા વિદ્યાર્થીઓ મેળવી
Page #61
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
આપવામાં મદદ કરી અને ત્રણ બાળકોને શોધી પણ કાઢયાં. એમનાં માબાપ તદ્દન ગરીબ હોવાથી એમના વિયોગરૂપી કિંમત ચૂકાવીને પણ પિતાનો બોજ હળવો કરવા માગતાં હતાં. એ જ સંજોગોમાં ઈન્ડિયા ઑફિસની પ્રવૃત્તિ શરૂ થઈ, બધી હકીકત શોધી કાઢી, એના મુખ્ય અધિકારી એથી હાલી ઊઠ્યા, અને આખીયે યોજના પર પ્રતિબંધ મૂક્યો. બાળકની સફર અટકી પડી. પારસી પયગંબરના પ્રતિનિધિ અંગ્રેજ તથા અંગ્રેજની પત્ની અને એમની સાળી સાથે ભારતમાં પાછો ફર્યો. એમના આગમન પછી પાંચ કે છ મહિના બાદ મહેરબાબાએ એમના મુખ્ય શિષ્યને ખચે એમને ઈંગ્લેન્ડ પાછાં મેકલ્યાં.
મહેરબાબાએ મને જણાવ્યું કે એ સ્કૂલની સ્થાપના પાછળને એમને ઉદ્દેશ દ્વિવિધ હતો. સૌથી પહેલાં તો એ વિદ્યાર્થીઓમાંથી ધર્મ તથા જાતિના ભેદભાવ દૂર કરવા માગતા હતા. અને બીજે ઉદેશ એ હતો કે એમનામાંથી ખાસ પસંદગીના થોડાક વિદ્યાર્થીઓને પોતાના આધ્યાત્મિક જીવનકાર્યના ભાવિ સંદેશવાહક તરીકે તાલીમ આપવાની એ ઈચ્છા રાખતા'તા. કાળક્રમે એ વધારે ને વધારે પરિપકવ બનતાં અને પોતાના જીવનકાર્યની જાહેરાતને સમય પાસે આવતાં, એમને ધર્મપ્રચારક તરીકે તથા સમસ્ત માનવજાતિને આધ્યાત્મિક રંગે રંગી દેવાના પિતાને નક્કી કરાયેલા કાર્યમાં મદદકર્તા તરીકે એમને પાંચ ખંડમાં મોકલવાની એમની ઈચ્છા હતી.
સ્કૂલની સાથે બીજી પ્રવૃત્તિ પણ ખીલવા માંડી. એક નાનું સરખું દવાખાનું શરૂ કરવામાં આવ્યું અને અંધ, રોગી તથા અપંગને એકઠા કરવા માટે ખાસ શિષ્યોને મોકલવામાં આવ્યા. એમને મફત ખોરાક, રહેઠાણ તથા મફત સારવારને લાભ આપવામાં આવતો અને એ ઉપરાંત, મહેરબાબા એમને આત્મિક શાંતિ પણ પૂરી પાડતા. એક ઉત્સાહી ભકતે તો એવું પણ કહ્યું કે પાંચ કુષ્ઠરોગી તો એમના સ્પર્શથી જ સારા થઈ ગયા. અફસોસની વાત છે કે મને એ સાંભળીને થોડીક શંકા થઈ; કારણકે એમનાં નામઠામ
Page #62
--------------------------------------------------------------------------
________________
મારી પયગંબર સાથેની મુલાકાત
અથવા શરનામાં પણ કાઈ ના કહી શકા. એમાં મને અતિશયાક્તિ સિવાય બીજું કાંઈ જ ના લાગ્યું. એમનામાંના એક કૃ’રાગીએ તે। કૃતજ્ઞતાવશ થઈને મહેરબાબાના શિષ્ય બનવાનું પસ ંદ કર્યું. ઘાસથી ભરેલા મેદાનમાં ફરી વળતી જ્વાલાની જેમ, કૃષ્ઠરોગીએથી ભરેલા ભારતમાં એ સમાચાર ફરી વળ્યા હશે અને દેશના જ દુ:ખી લેાકેા આરણગામ નજીકના એ દવાખાના આગળ એકઠા થયા હશે !
Ge
આજુબાજુનાં ગામામાંથી ભક્તો, મુલાકાતીએ તથા જિનાસુના સમુદાય આવવા માંડયો. એ અસામાન્ય સસ્થાનની વસતી કેટલીય સેાની થઈ ગઈ. આખાયે સ્થળમાં ઊંડી ધાર્મિક સુવાસ ફરી વળી. મહેરબાબા દેખીતી રીતે જ એ સ્થળના મધ્યબિંદુ જેવા હતા.
એ સંસ્થાનની સ્થાપનાને અઢાર મહિના થયા. તે પછી એને એકાએક બંધ કરી દેવામાં આવ્યું અને એ બધી પ્રવૃત્તિએ પણ મૂકી દેવાઈ. છેકરાએને એમનાં માબાપ પાસે તથા દરદીઓને તપેાતાને ઘેર મેાકલવામાં આવ્યાં. એને માટે મહેરબાબા તરફથી કાઈ કારણ આપવામાં ના આવ્યું. મને જાણવા મળ્યું કે એમના વનમાં એવા આકસ્મિક, અવર્ણનીય આવેગેા તેા લગભગ સ્વાભાવિક અથવા સહજક્રમ જેવા બની ગયા હતા.
ઈ. સ. ૧૯૨૯ની વસંત દરમિયાન સાધુ લેઈક નામના પેાતાના પ્રથમ કાર્યવાહક શિષ્યને ભારતના પ્રવાસ કરવાના આદેશ આપીને એમણે બહાર મેકયેા. છૂટા પડતી વખતે એમણે એને આજ્ઞા કરતાં કહેવા માંડયુ' :
“ તમને પયગ ંબરનું કામ કરવાના લાભ મળ્યા છે. ભ્રાતૃભાવની ભાવના દૃઢ કરજો તથા કાઈ ધને હલકા ના બતાવશેા. હું તમારા સંબંધી બધું જ જાણતા હાઈશ તેની ખાતરી રાખજો. બીજાની ટીકાથી નાસીપાસ ના થતા. હું તમને દારતા રહીશ. મારા વિના ફાઈનું પણુ અનુકરણ ના કરતા, કાઈને ના માનતા,’
Page #63
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
મને મળેલી માહિતી પરથી જાણી શકાયું કે એ સાધુ પરિભ્રમણને માટે શારીરિક રીતે એકદમ અયોગ્ય હતા. મદ્રાસમાં એમણે થોડાક અનુયાયીઓ ઊભા કર્યા ખરા, પરંતુ એ પછી રસ્તામાં જ માંદા પડ્યા અને મરવા માટે જ આશ્રમમાં પાછા ફર્યા.
પારસી સંત પુરુષની કારકિર્દીનું આ ઝડપી રેખાચિત્ર છે.
મહેરબાબાની સાથે મારે કેટલીક ઉપરછલી સામાન્ય વાત થઈ ખરી, પરંતુ મારે તે સંસારને માટેના એમણે પોતે જ નક્કી કરેલા જીવનકાર્ય વિશે કશુંક વધારે ચોક્કસ જાણવું હતું. એટલા માટે મેં એમની સાથેની મારી છેલ્લી મુલાકાતની મંજૂરી મેળવી.
આજે એમના શરીર પર સુંવાળા વાદળી ખેસ હતો અને વાર્તાલાપ માટે તૈયાર હોય એવી રીતે એમના ઘૂંટણ પર અક્ષરનું પાટિયું મૂકેલું હતું. હાજર રહેલા શિષ્યોએ સન્માનનીય પ્રેક્ષકા બનીને જરૂરી ભૂમિકા તૈયાર કરી હતી. બધા પરસ્પર મિત કરતા હતા. એ વખતે મેં શાંતિનો ભંગ કરતો પ્રશ્ન એકાએક જ પૂછી કાઢલ્યો :
તમે પયગંબર છે એવું તમે કેવી રીતે જાણે છે ?'
શિવે મારું સાહસ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ગુરુ પિતાનાં ભારે ભવાં પર હાથ ફેરવવા લાગ્યા; પરંતુ લેશ પણ અચકાયા કે ગભરાયા વગર મારી તરફ સ્મિત કરીને તરત જ ઉત્તર આપ્યો :
હું જાણું છું, સારી રીતે જાણું છું. તમે જેમ જાણે છે કે તમે માનવ છે તેવી રીતે મને ખબર છે કે હું પયગંબર છું. મારું સમગ્ર જીવન એનું જ છે. મારી ધન્યતા નથી મટતી. તમે કોઈ બીજા માણસ છે એવું ભૂલથી પણ નહિ સમજે. એવી રીતે હું જે છું તે વિશે ભૂલમાં નથી પડતો. મારે દૈવી કામ કરવાનું છે અને એ હું કરીશ જ.
Page #64
--------------------------------------------------------------------------
________________
મારી પયગંબર સાથેની મુલાકાત
મુસ્લિમ સ્ત્રી ફકીરે ચુંબન કર્યું ત્યારે ખરેખર શું થયું ? તમને તે યાદ છે ?”
હા. ત્યાં લગી હું બીજા છોકરાઓની જેમ સંસારી હતે. હઝરત બાબાજાને મારે માટેનું બારણું ઉઘાડી નાખ્યું. એનું ચુંબન મારે માટે મોટો ફેરફાર કરનારું થઈ પડયું. મને એવું લાગ્યું કે જાણે બ્રહ્માંડ અવકાશમાં ડૂબી રહ્યું છે. હું તદ્દન એકલો પડી ગયો. હા, હું ઈશ્વર સાથે એકલે પડ્યો. મહિનાઓ સુધી મારાથી સૂઈ ના શકાયું. તે છતાં પણ કમજોર બનવાને બદલે પહેલાં જે જ શક્તિશાળી બની રહ્યો. મારા પિતાજી એ બધું ના સમજી શક્યા. એમને લાગ્યું કે હું ગાંડ બની ગયો છું. એમણે ડોકટરને બોલાવવા માંડ્યા. એમણે મને દવા તથા ઈજેકશન આપ્યાં પરંતુ કશી અસર ન થઈ. મને ઈશ્વર સાથેની એક્તાને અનુભવ થઈ રહ્યો હતે. એમાં ઉપચાર કરવા જેવું કશું હતું જ નહિ. હું ફક્ત મારા રોજિંદા બહારના જીવનને ખોઈ બેઠેલો અને ફરીથી ભાનમાં આવતાં ઘણો લાંબે વખત લાગે. તમે સમજી શકે છે તો ખરા ને ?”
“જરૂર. હવે તમે તમારી પૂર્વ સ્થિતિમાં આવી ગયા છે તે જનતાને તમારે વિશે ક્યારે જણાવશે ?”
નજીકના ભવિષ્યમાં જ હું બહાર આવીશ, પણ એની કોઈ નકકી તારીખ નહિ આપી શકું.”
પછી ? ”
“આ પૃથ્વી પરનું મારું કામ તેત્રીસ વરસ સુધી ચાલશે; તે પછી મારું કરૂણ રીતે મૃત્યુ થશે. મારા જ પારસી ભાઈઓ મારા ભયંકર અંત માટે જવાબદાર હશે. પરંતુ બીજા મારું કામ ચાલુ રાખશે.”
મારા માન્યા મુજબ તમારા શિષ્યો જ ને ?'
“મારા પસંદ કરેલા બાર શિષ્યોનું મંડળ કે જેમાંથી એક નિર્ધારિત વખતે ગુરુ બનશે. એમને માટે જ હું અવારનવાર ઉપવાસ
Page #65
--------------------------------------------------------------------------
________________
૮૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
કરું છું ને મૌન રાખુ છુ. એથી એમનાં પાપ ધાવાઈ જાય છે અને એમને આધ્યાત્મિક પરિપૂર્ણતા મેળવવામાં મદદ મળે છે. એ બધા જ પૂર્વજન્મામાં મારી સાથે રહેતા હતા. તેથી તેમને મદદ કરવા હું બધાયેલેા છું. ચુમ્માલીસ સભ્યોવાળું એક ખીજુ` બહારનું મંડળ પણ ઊભું થશે. એ મડળનાં સ્ત્રીપુરુષો જરા ઊતરતી કક્ષાનાં હશે. એમનું કામ ખાર મુખ્ય શિષ્યાને એમણે પૂર્ણતા પ્રાપ્ત કર્યા પછી મદદ કરવાનું રહેશે.’
પયંગબર પદને માટેના બીજા દાવાદારા પણ છે ખરા કે? ’ એ ક્ષુદ્ર માનવાની અવજ્ઞા કરતાં મહેરે હસવા માંડયું. હા. કૃષ્ણમૂર્તિ છે.—મિસીસ બેસન્ટના રક્ષિત. થિયેાસેાફ્રીસ્ટા પેાતાની જાતને છેતરી રહ્યા છે. એમના મુખ્ય સૂત્રધારો હિમાલયના તિબેટ પ્રદેશમાં કન્યાંક વસે છે એમ કહેવામાં આવે છે. એમનાં કહેવાતાં આશ્રયસ્થાનામાં તમને ધૂળ તથા પથ્થર વિના ખીજું કાંઈ જ નહિ મળે. વળી કાઈ પણ સાચા ધર્મગુરુને પેાતાના ઉપયેાગ માટે કાઈ બીજાના શરીરને તૈયાર કરવાની કે તાલીમ આપવાની જરૂર નથી પડતી. એ દેખીતી રીતે જ હાસ્યાસ્પદ છે.’
<
એ છેલ્લા વાર્તાલાપને પરિણામે કેટલાંક બીજા વિચિત્ર નિવેદના પણ બહાર આવ્યાં. અક્ષરા પર ફરનારી એમની પાતળી આંગળીએ કેટલાય ઉતાવળિયા મિશ્રિત વિચારા વ્યક્ત કરવા લાગી...‘અમેરિકાનું ભવિષ્ય મેટું છે. એ આધ્યાત્મિક વલણવાળા દેશ બની જશે...મારામાં શ્રદ્ધા રાખનાર પ્રત્યેકને હું જાણતા હાઉં છું, અને એને સદાને માટે મદદ કરું છું...મારાં કર્મોને જાણવાનો કાંશિશ ના કરતા. તેમને તાગ તમને કદાપિ નહિ મળે...કાઈ સ્થળમાં મારે ગમે તેટલા થાડા વખતને માટે પણ જવાનું તે રહેવાનું થાય છે તેા તેનું વાતાવરણ આધ્યાત્મિક રીતે ઘણું ઊંચું બની જાય છે...મારી દ્વારા દુનિયાને જે આધ્યાત્મિક વેગ મળશે તેનાથી દુનિયાના આર્થિક, રાજકીય, જાતીય, સામાજિક બધા જ
Page #66
--------------------------------------------------------------------------
________________
મારી પયગંબર સાથેની મુલાકાત
પ્રશ્નોને ઉકેલ આવી જશે સ્વાર્થવૃત્તિને નાશ થશે અને ભ્રાતૃભાવને પ્રચાર થશે..છત્રપતિ શિવાજી જેમણે સત્તરમી સદીમાં મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી તે પણ આ રહ્યા. (એ પિતાની પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે એને અર્થ એ કે મહેર શિવાજીના અવતાર છે). કેટલાક ગ્રહોમાં વસ્તી છે. સભ્યતા અને ભૌતિક સુધારણમાં તે આપણી પૃથ્વીને મળતા આવે છે, પરંતુ આધ્યાત્મિક વિકાસમાં આપણી પૃથ્વી આગળ છે.”
પિતાના દાવાની રજૂઆત કરવામાં મહેરબાબા પાછા નથી પડતા એ જોઈ શકાયું. મુલાકાત પૂરી થવાની તૈયારીમાં હતી ત્યારે એમણે જે હુકમ કર્યો એથી મને જરા નવાઈ લાગી.
“મારા પ્રતિનિધિ બનીને પશ્ચિમમાં જાઓ. ભવિષ્યના દેવી સંદેશવાહક તરીકે મારા નામને પ્રચાર કરે. મારે માટે અને મારા પ્રભાવને ફેલાવવા માટે કામ કરે. એમ કરવાથી માનવજાતિના ભલા માટે જ કામ કરશે.”
એમ કરવાથી કદાચ લેકે મને ગાંડ ગણશે.” મેં અસ્વસ્થતાથી ઉત્તર આયે. એ કલ્પનાથી જ હું હાલી ઊઠયો.
મહેર મારી સાથે સંમત ના થયા.
મેં જણાવ્યું કે પયગંબરની વાતને બાજુએ રાખીએ તે પણ કઈ વ્યક્તિ આધ્યાત્મિક મહામાનવ છે એવી ખાતરી પશ્ચિમના લકાને ચમત્કારની પરંપરા સિવાય બીજી કોઈ રીતે નથી થઈ શકવાની અને હું કોઈ ચમત્કાર કરી શકું તેમ ના હેવાથી, એમને દૂત તરીકેનું કામ મારાથી નહિ થઈ શકે.
તે પછી તમે ચમત્કારો કરી શકશે.' એમણે સુખદ ખાતરી આપી.
મેં શાંતિ રાખી. મહેરબાબાએ મારી શાંતિને અર્થ જુદો
Page #67
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
મારી પાસે રહે, તેા હું તમને મોટી શક્તિ પૂરી પાડીશ.' એમણે આગ્રહ કર્યો. · તમે ઘણા નસીબદાર છે. પશ્ચિમમાં જઈને કામ લાગી શકે તે માટે તમને ઉત્તમ પ્રકારની શક્તિએ મેળવી આપવામાં હુ* મદદરૂપ થઈશ.'
૪
એ અવિશ્વસનીય મુલાકાતના અંતિમ ભાગનું વર્ણન કરવું આવશ્યક નથી લાગતું. કેટલાક પુરુષે જન્મથી જ મહાન હેાય છે, કેટલાક મહાનતાની પ્રાપ્તિ કરે છે, અને બીજા કેટલાક પ્રેસપ્રતિનિધિ કે પ્રચારકને શોધે છે. મહેરબાબા એવા છેલ્લા ક્રમમાં માનતા હેાય એવું લાગ્યા વિના ના રહ્યું.
બીજે દિવસે મેં ત્યાંથી નીકળવાની તૈયારી કરી. મે' કામ ચલાઉ સમય પૂરતી સાષ આપે એવી પૂરતી પવિત્ર બુદ્ધિ તથા ભવિષ્યવેત્તા જેવી અગમચેતી મેળવી હતી. સંસારના દૂરના પ્રદેશામાં મેં મુસાફરી કરી છે તે ફક્ત ધાર્મિક વક્તવ્યા અથવા ઝળકતી જાહેરાતા સાંભળવા માટે નથી કરી. મારે વાસ્તવિકતાની જરૂર હતી, પછી તે વાસ્તવિકતાએ ભલે તે વિચિત્ર અથવા અસામાન્ય સ્વરૂપની હાય અને મારે વિશ્વાસપાત્ર પુરાવાની જરૂર હતી. વધારે સ્પષ્ટ રીતે કહું તેા કશુક વ્યક્તિગત જોઈતું હતું. જેનુ` મૂલ્યાંકન કે જેની કસેાટી કરીને હું પોતે સ તાજ મેળવું.
મારે। સરસામાન બંધાઈ ગયા. મેં નીકળવાની તૈયારી કરી. મહેરબાબા પાસે જઈને મેં એમની વિનયપૂર્વક રજા માગી. એમણે જણાવ્યું કે થાડાક મહિનામાં જ એ નાશિક શહેરની નજીકના એમના મુખ્ય નિવાસસ્થાનમાં પહેાંચી જશે. એમણે સૂચના કરી કે એમને ત્યાં મળીને મારે એમની પાસે એકાદ માસ વાસ કરવા.
‘તમારી અનુકૂળતાએ ત્યાં જરૂર આવજો. હું તમને ઉચ્ચકાર્ટિના આધ્યાત્મિક અનુભવે! પૂરા પાડીશ અને મારે વિશેની સાચી હકીકત જાણવામાં મદદ કરીશ. તમને મારી અંદર રહેલી ઉત્તમ આધ્યાત્મિક શક્તિ કે સિદ્ધિઓનુ દિગ્દર્શન કરાવીશ. એ ખ્ખી
Page #68
--------------------------------------------------------------------------
________________
મારી પયગંબર સાથેની મુલાકાત
તમારી બધી શંકા દૂર થશે. મારા દાવાને તમે તમારા પિતાના જ વ્યક્તિગત અનુભવોથી સાબિત કરી શકશે. પછી પશ્ચિમમાં જઈને મારે માટે ઘણું લેકેને મેળવી શકશો.”
મારી અનુકૂળતા મુજબ પાછા ફરીને એમની સાથે એક મહિને રહેવાને મેં નિર્ણય કર્યો. પારસી સંતપુરુષના નાટકીય અભિનયવાળા ચારિત્ર્યને અને વિચિત્ર જેવા જીવનકાર્યને પરિચય હોવા છતાં, આખીયે વસ્તુને ખુલ્લા મનથી તપાસી જેવાને મેં નિશ્ચય કર્યો.
મુંબઈના ધમાલિયા શહેરી જીવનમાં થોડા વખત માટે પાછા ફરીને મેં પૂનાની ગાડી પકડી. આ પ્રાચીન દેશનું મારું પરિભ્રમણ શરૂ થવાની તૈયારીમાં હતું. | મહેરબાબાના જીવનમાં પોતાના આકસ્મિક પ્રવેશથી વિકાસની નવી રેખા પેદા કરનારી પેલી મુસલમાન વૃદ્ધ પવિત્ર સ્ત્રીએ મારા રસને જાગ્રત કર્યો. મને થયું કે એની ટૂંકી મુલાકાત અનુચિત નહિ લેખાય. મુંબઈમાં મેં એ સ્ત્રી વિશે કેટલીક પ્રાથમિક માહિતી મેળવી લીધેલી. ત્યાં રહેતા અને એને છેલ્લાં પચાસ વરસથી ઓળખતા ભૂતપૂર્વ જજ ખંડાલાવાળા દ્વારા જાણવા મળ્યું કે એની ઉમર ખરેખર ૯૫ વરસ જેટલી છે. મને એ વાતનું સ્મરણ થયું કે મહેરબાબાના અનુયાયીઓએ એ ઉમર ૧૩૦ની બતાવેલી, પરંતુ એવું વિધાન ઉત્સાહના અતિરકને લીધે અતિશયોક્તિના રૂપમાં જ કરવામાં આવેલું.
જજે એની કથા સંક્ષેપમાં કહી બતાવેલી. ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે આવેલા બલુચિસ્તાનની એ વતની હતી. નાની ઉમરમાં એણે ઘર છોડી દીધેલું. પગે ચાલીને લાંબાં તથા સાહસ ભરેલાં પરિભ્રમણ કરતાં કરતાં આ સૈકાની શરૂઆતમાં પૂના આવી પહોંચી અને એ પછી શહેર છોડીને ક્યાંય નથી ગઈ. પહેલાં તે
ભાઆ. ૨. ખો. ૬
Page #69
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એણે એક લીમડાના વૃક્ષ નીચે રહેવાનું રાખ્યું. બધી ઋતુમાં એ ત્યાં જ પડી રહેતી. પવિત્રતા તથા અલૌકિક શક્તિઓના સંબંધમાં એની નામના નજીકના મુસલમાનમાં ફરી વળી, અને પછી તે હિંદુઓ પણ એને પૂજ્યભાવથી જોવા લાગ્યા. પાકા મકાનમાં રહેવાની અનિરણને લીધે કેટલાક મુસલમાનોએ આખરે એ જ વૃક્ષની નીચે એને માટે લાકડાનું આશ્રયસ્થાન તૈયાર કર્યું. એ એને માટે ઘરનું કામ કરતું અને ચોમાસાની અગવડતાઓ સામે થોડું ઘણું રક્ષણ પૂરું પાડતું.
જજને મેં એમને અંગત અભિપ્રાય આપવા કહ્યું તો એમણે જણાવ્યું કે હઝરત બાબાજન એક સાચી ફકીર છે એમાં શંકા નથી. જજ પારસી હોવાથી, એમના સુપરિચિત મહેરબાબા વિશે મેં કેટલીક માહિતી માગી. મને જે જાણવા મળ્યું તે પારસી પયગંબર પ્રત્યે વિશેષ પ્રેમ પેદા કરે તેવું ન હતું. મહેરબાબાના વર્તમાન પ્રેરણાદાતા ઉપાસની મહરાજ વિષે પણ છેલ્લે છેલ્લે મેં પૂછી જોયું. મને માહિતગાર કરનારા, ચતુર વિવેકી, સાંસારિક તથા આવા વિષયના વિશાળ અનુભવવાળા વૃદ્ધ પુરુષે એમની સાથેના પિતાના કમનસીબ મેળાપની વિસ્તૃત વિગતો આપી. એનાં બે ઉદાહરણે આ રહ્યાં :
ઉપાસનીએ ભયંકર ભૂલ કરી છે. એક વાર એમણે મને બનારસ જવા માટે લલચાવ્યા. એ વખતે એ ત્યાં રહેતા હતા, થોડાક વખત પછી, મને મૃત્યુને સંકેત મળવાથી મારા કુટુંબીઓ પાસે મેં પૂના જવાનો વિચાર કર્યો. ઉપાસનીએ બધું સારું થઈ જશે એવી ઉપરાઉપરી ભવિષ્યવાણી ભાખીને મને ત્યાં જતાં અટકાવ્યો. પરંતુ બે દિવસ પછી મને તાર મળ્યો કે મારી પુત્રવધૂને સંતાન થયેલું તથા તે થોડી જ મિનિટમાં મરણ પામ્યું. બીજી વખત બોમ્બે સ્ટોક એક્ષચેન્જમાં જવા માગતા મારા જમાઈને ઉપાસનીએ કહ્યું કે ત્યાં જવાનું એને માટે ખૂબ જ સૌભાગ્યશાળી થશે. એમની સલાહ મુજબ કરવાથી એ લગભગ બરબાદ બની ગયો !”
Page #70
--------------------------------------------------------------------------
________________
મારી પયગંબર સાથેની મુલાકાત
८७
પેાતાના સ્વત ંત્ર દૃષ્ટિકાણને લીધે જજ ખંડાલાવાળા મારા પર છાપ પાડી શકા.મહેરબાળાએ જેમને આ જમાનાની ઉત્તમ આધ્યાત્મિક વિભૂતિએમાંની એક ’ તરીકે એળખાવેલા એ ઉપાસની મહારાજ પ્રત્યે એમણે અણુગમા બતાવ્યા, પરંતુ સાથેસાથે કાઈ નૃતના સંકાચ વિના એ પણ સ્વીકાર્યું કે મહેરબાબા પોતે પ્રામાણિક છે અને પેાતાની આત્મિક ઉન્નતિમાં પણ વિશ્વાસ રાખે છે. અલબત્ત, એ ઉન્નતિની સાબિતી નથી મળી શકી.
પુના પહેાંચીને છાવણની એક હાટલમાં ઉતારા કરીને મે હઝરત બાબાાનના નિવાસ તરફ મેટર હંકારી મૂકી, મારી સાથે એ સ્ત્રોને વ્યક્તિગત રીતે જાણનાર ભામિયાને લીધેા જે મારા ભાંગ્યાતૂટવા હિંદુસ્તાનીને સારી રીતે રજૂ કરી શકે.
વીજળીના દીવા તથા ઝાંખા નાના તેલના દીવાના વિચિત્ર, મિશ્રિત પ્રકાશવાળી એક સાંકડી શેરીમાં એનું દર્શન થયું. જતાંઆવતાં બરાબર જોઈ શકે એવી રીતે એક નીચી, લાંબી સુંવાળી પથારી પર એ સૂતી હતી. એસરીની વાડના સળિયા એને શેરીથી છૂટા પાડતા. લાકડાના આશ્રયસ્થાનની ઉપર લીમડાના વૃક્ષની ડાળીએ દેખાતી. એનાં સફેદ ફૂલ હવાને જરાક ફારમવંતી કરી દેતાં.
તમારે બૂટ કાઢી નાખવા જોઈએ.' મારા ભેામિયાએ મને ચેતવણી આપી. ‘ અંદર પ્રવેશતી વખતે બૂટ પહેરી રાખવા એ અપમાનજનક ગણાય છે.’
મેં એની સૂચનાના અમલ કર્યો અને એકાદ ક્ષણુ બાદ અમે એ સ્ત્રીની પથારી પાસે આવીને ઊભા રહ્યા.
એ વૃદ્ધા સ્ત્રી ચત્તી સૂતી હતી. એના માથા નીચે ઉશીકાં પડયાં હતાં. એના ચળકતા રેશમી વાળની ધવલતા ભારે કરચલીવાળા વન તથા તદ્દન નાના કપાળથી એકદમ જુદી જ તરી આવતી.
તાજેતરમાં શીખેલા હિંદુસ્તાનીના મારા નવા સંગ્રહમાંથી એકાદ વાકય ખેાલીને એ વૃદ્ધાને મેં મારી એળખાણુ આપી. એણે
Page #71
--------------------------------------------------------------------------
________________
૮૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
માથું ફેરવ્યું, માત્ર હાડકાં તથા ચામડીને આધારે જ ટકી રહ્યો હેય એ હાથ ફેલાવ્યો, અને મારો હાથ હાથમાં લીધો. એણે એને મજબૂત રીતે પકડી રાખીને અલૌકિક આંખે મારી તરફ તાકીને જેવા માંડ્યું.
એ આંખ મારે માટે કોયડારૂપ બની ગઈ. એ એકદમ ખાલી તથા કાંઈ પણ ન સમજતી હોય તેવી લાગવા માંડી. ત્રણ કે ચાર મિનિટ સુધી તેણે શાંતિપૂર્વક મારો હાથ પકડી રાખ્યો અને મારી આંખમાં શૂન્યવત્ જોયા કર્યું. એની દષ્ટિ જાણે કે મારી અંદર ઊંડી ઊતરી ગઈ. એ લાગણું અત્યંત અનેરી હતી. મને સમજાયું નહિ કે મારે શું કરવું...
આખરે પિતાને હાથ પાછો ખેંચી લઈને કેટલાક વખત સુધી એણે કપાળ પર ફેરવ્યા કર્યો. પછી મારા ભોમિયા તરફ ફરીને એને એણે કાંઈક કહ્યું પરંતુ એ કથન ત્યાંની સ્થાનિક ભાષામાં હોવાથી હું એને અર્થ ન સમજી શક્યો.
એણે એને અનુવાદ કરી બતાવ્યો ?
એને ભારતમાં બોલાવવામાં આવ્યો છે અને એની સમજ એને થોડા વખતમાં જ પડી જશે.'
થોડીક વાર અટક્યા પછી એણે બીજું વાક્ય બોલો બતાવ્યું. એને સ્વર અત્યંત ધીમો હતો. પરંતુ એનો અર્થ જાહેર કરવા કરતાં મારી સ્મૃતિમાં અકબંધ રહે એ જ બરાબર છે.
એને સ્વર અતિશય ઝીણો હતો. એના શબ્દો ઉચ્ચાર ધીમેથી અને ખૂબ મુશ્કેલીથી થતો. આવી વાવૃદ્ધ, નબળી, હાડકાંના માળખા જેવી આકૃતિમાં, આવી ખંડિત બાંધાની નબળી વ્યક્તિમાં, ચમત્કારિક શક્તિઓવાળે સાચા સંતને આત્મા હોય એ શું સંભવિત છે ખરું? એને અંદાજ કાને આવી શકે ? શરીરના અક્ષરોના આધાર પર આમાનાં પૃષ્ઠો વાંચવાનું સદાને માટે સારું-સહેલું નથી હતું.
Page #72
--------------------------------------------------------------------------
________________
મારી પયગંબર સાથેની મુલાકાત
પરંતુ એ સ્ત્રીની ઉમર સોની નજીક હતી. મને ચેતવવામાં આવેલો કે એની દશા નબળી હોવાથી એની સાથે વધારે વાર્તાલાપની છૂટ નહિ આપી શકાય. એક વિચારે મને ભારે અસર કરવાથી મેં ધીરેથી બહાર નીકળવાની તૈયારી કરી. મને થયું કે એની ખાલી આંખ પરથી સૂચના મળે છે કે એ મૃત્યુની નજીક છે. જીર્ણ શરીરમાંથી મન બહાર નીકળતું પરંતુ વિચિત્ર લાગતી આંખ દ્વારા દુનિયાને નજી અનુભવ કરવા માટે અવારનવાર પાછું ખેંચાઈ આવતું.(કેટલાક મહિના પછી મેં એની મુલાકાત લીધી. એનું મૃત્યુ નજદીક હોવાને મરે ખ્યાલ સાચો પડ્યો. મારી મુલાકાત પછી તરત જ એનું મૃત્યુ થયું.)
હોટલમાં આવીને મેં મારા અનુભવોનું સરવૈયું કાઢયું. મારી ખાતરી થઈ કે એ સ્ત્રીના આત્માએ કઈક ઊંડી આધ્યાત્મિક અવસ્થાની પ્રાપ્તિ કરી છે. મારા અંતરમાં એના પ્રત્યે આદરભાવ ઉત્પન્ન થયો. મને લાગ્યું કે એના સંસગે મારા રોજિંદા વિચારપ્રવાહોને બદલી નાખ્યા છે, અને વૈજ્ઞાનિકોની આટલી બધી શે ને શંકાઓ પછી પણ જે રહસ્યમય તત્વ આપણું પૃથ્વી પરના જીવનને વીંટી વળ્યું છે તે તત્વની અવર્ણનીય ભાવના મારા મનમાં પેદા કરી. મને સ્પષ્ટ રીતે સમજાયું કે આ મહાન સમસ્યામય જગતમાં મૂળ રહસ્યને ઉકેલ કરવાનો દાવો કરનારા વૈજ્ઞાનિક લેખકે તો સપાટી પરની ઉપલક ખણખોદ કરવાનું જ ધંધે કર્યા કરે છે. છતાં પણ એ વાતની સમજ તો મને ન જ પડી કે એ સ્ત્રી ફકીરને સાધારણ સંપર્ક મારા મનની કેટલીક મજબૂત માન્યતાઓના પાયા હલાવનારો કેવી રીતે થઈ શક્યો.
એણે ભાખેલી સૂક્ષ્મ ભવિષ્યવાણી મારા મનમાં પુનરાવતાર પામી. એને ભાવાર્થ મારાથી ના સમજી શકાયો. મને ભારતમાં કોઈએ પણ નથી બોલાવ્યો. મારા તરંગોથી પ્રેરાઈને હું પોતે જ સ્વતંત્ર રીતે નહોતો આવ્યો ? એ ઘટના પછી લાંબે વખતે, છેક આજે આ શબ્દો લખું છું ત્યારે માનું છું કે હું થોડું થોડું સમજી શકું છું. મારા માનનીય, એ દુનિયા ખરેખર અજબ છે !
Page #73
--------------------------------------------------------------------------
________________
અડિયાર નદીના પેગીને મેળાપ
હાથ વારંવાર મારા ઘડિયાળની આજુબાજુ ફરી વળતા હતા, કેલેન્ડર પરથી અઠવાડિયાં વિદાય થતાં હતાં અને દક્ષિણના મેદાની પ્રદેશમાંથી પસાર થતો હું આગળ ને આગળ વધતો જતો હતે. કેટલાક નોંધપાત્ર સ્થળની મુલાકાત મેં જરૂર લીધી. પરંતુ નોંધપાત્ર મનુષ્યો ઓછા મળ્યા. જેની મને માહિતી નહોતી, પણ જેનું હું અંધાનુકરણ કરી રહ્યો હતો, એવી કોઈ ગૂઢ બળવાન શક્તિ મને દરતી હતી. એથી પ્રેરાઈને પ્રવાસીની પેઠે હું આગળ વધતે. જતો હતો.
છેવટે મેં મદ્રાસની ગાડી પકડી. ત્યાં રોકાવાને ને છેડે વખત સ્થિર થવાને મને વિચાર આવ્યો. રાતની લાંબી મુસાફરી દરમિયાન ઊંઘવાનું કામ કઠિન લાગ્યું ત્યારે, મારા પશ્ચિમ ભારતના પ્રવાસને પરિણામે મને જે મોટા ફાયદા થયા હતા તેને વિચાર મેં કરવા માંડો.
મારે એટલું તે કબૂલ કરવું જ પડયું કે જેની શોધને લીધે થોડું ઘણું પણ ગૌરવ લઈ શકાય એ એકે યોગી મને આજ સુધી નથી મળ્યો. કાઈક ઋષિના દર્શનને વિચાર પણ મારા મનના ઊંડાણમાં જ રહી ગયા છે. બીજી બાજુએ, ભળતી માન્યતાઓ, વહેમ અને ગૂંગળાવનારી રૂઢિઓનું દર્શન મેં મોટા પ્રમાણમાં કર્યું હતું. એને લીધે મને લાગ્યું કે મુંબઈમાં કેટલીક વ્યક્તિઓને મળવાના
Page #74
--------------------------------------------------------------------------
________________
અડિયાર નદીના યોગીને મેળાપ
૯૧
મળેલા અવસર દરમિયાન રજૂ કરાયેલી શંકાઓ તથા અપાયેલી ચેતવણીઓ યથાર્થ હતી. મને એવી પણ ખાતરી થઈ કે મેં ઉપાડેલા કામની પૂર્તિ મારે માટે મુશ્કેલ થઈ પડશે. સંત પુરુષો એમની બધી જ વિભિન્નતાઓમાં જોવા મળ્યા, પરંતુ એમને માટે પૂરેપૂરું આકર્ષણ ન થયું. અલૌકિક અંતર્ભાગોને લીધે કાંઈક વધારે બતાવવાની આશા આપતાં મંદિરોમાં પણ ફરી વળ્યો. પવિત્ર પ્રાંગણમાંથી પસાર થઈને ગર્ભદ્વાર આગળ પણ ઊભે રહ્યો. અંદર ડકિયું કરીને, પોતાની પ્રાર્થનાઓ એમના ઈષ્ટ દેવતાને કાને સંભળાય એટલા માટે પ્રાર્થના કરતાં ઘંટ વગાડતા કટ્ટર ભકતોનાં દર્શન કર્યા.
હું મદ્રાસ આવી પહોંચ્યા. એને વિશાળ રંગીન દેખાવ મને ગમી ગયો. શહેરથી બે માઈલ જેટલે દૂર આવેલા સુંદર વિસ્તારમાં હું રહેવા માંડ્યો. જેથી અંગ્રેજો કરતાં ભારતવાસીઓના સંપર્કમાં સહેલાઈથી આવી શકાય. મારું ઘર બ્રાહ્મણોની શેરીમાં હતું. રસ્તો ધૂળના જાડા થરથી ઢંકાયેલો હતો. એમાં મારા જેડા ડૂબી જતા. બાજુમાં પગદંડી કારી કાઢેલી. વીસમી સદીના સુધારાના સ્પર્શથી બધું મુક્ત હતું. ધોળેલાં ઘરને થાંભલાવાળાં છાપરાનાં પ્રવેશદ્વાર તથા ખુલ્લાં આંગણાં હતાં. મારા ઘરની અંદરના ભાગમાં લાદીવાળો ચોક અને એની આજુબાજુ કઠેરે હતો. જૂના કૂવામાંથી પાણું ડાલ દ્વારા કાઢવું પડતું હતું.
એ વિસ્તારમાં આવેલી બેત્રણ શેરીઓને છેડીને દૂર જવાથી જે સુંદર દશ્યો જોવા મળતાં તે અનેરો આનંદ પૂરો પાડતાં. તપાસ કરતાં ખબર પડી કે અડિયાર નદી તો ફકત અડધા કલાકથી પણ એાછા વખતમાં પગપાળા પહોંચી શકાય તેટલી નજીક છે. એની પાસે કેટલાંક છાયાવાળાં તાડનાં વૃક્ષો હતાં. તે ઘણું જ સુંદર દેખાતાં. હું મારે નવરાશને વખત એમની વચ્ચે આંટાફેરા કરવામાં અથવા મંદ રીતે વહેતા પાણીને કાંઠે કાંઠે થોડાક માઈલ ચાલવામાં વ્યતીત કરતે.
શહેરની દક્ષિણ સીમા નક્કી કરનારી અડિયાર નદી મદ્રાસમાંથી વહીને સમુદ્રનાં ઉપર અને નીચે ઊઠતાં અનંત મજામાં મળી
Page #75
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
જતી. એક સવારે એ સુંદર જલપ્રવાહ પાસે મારી રસવૃત્તિ જાણનારા એક બ્રાહ્મણ સાથે હું ધીમે પગલે ચાલતે હતો. થોડાક વખત પછી એણે ઓચિંતે મારો હાથ પકડ્યો ને કહ્યું: “જુઓ. આપણું તરફ આવી રહેલા પેલા યુવાનને જોઈ શકે છે ? એ ભેગી તરીકે ઓળખાય છે. એ તમને રસ પૂરો પાડશે, પરંતુ અમારી સાથે તે એ કદીય વાત નથી કરતા.
કારણ ? ”
એમના નિવાસસ્થાનની મને ખબર છે. પણ આખાય વિસ્તારમાં એ સૌથી વધારે એકાંતિક સ્વભાવના માણસ છે”
. એટલામાં તો પેલા અજાણ્યા પુરુષ અમારી પાસે આવી પહોંચ્યા. એમનું શરીર પહેલવાન જેવું હતું. એમની ઉંમર આશરે પાંત્રીસ જેટલી લાગી. કદ મધ્યમ કરતાં જરાક વધારે હતું. એમના હબસીને મળતા આવતા મુખને જોઈ મને અત્યંત આશ્ચર્ય થયું. કાળી મેશ જેવી ચામડી, પહોળું સપાટ નાક, જાડા હોઠ અને માંસલ કાયા પરથી જણાતું કે એમનું લેહી અનાર્ય છે. એમના લાંબા સારી રીતે ઓળેલા વાળ મસ્તકની આજુબાજુ એકઠા થયા હતા. એમણે એક વિશિષ્ટ પ્રકારનું એરિંગ પહેર્યું હતું. શરીરે વીંટેલી સફેદ શાલ એમના ડાબા ખભાની ઉપર પથરાયેલી હતી. પગ ખુલ્લા હતા તથા એમના પર કોઈ કપડું પણ નહોતું વીંટેલું.
અમારા તરફ જરીક પણ ધ્યાન આપ્યા વિના એ ધીમે પગલે આગળ ચાલ્યા. ધરતીમાં કશુંક ટૂંઢવા માગતી હોય એવી રીતે એમની આંખ નીચે નમેલી હતી. એવું લાગતું કે એ આંખની પાછળનું મન કેઈક વિષયને ઊંડે વિચાર કરી રહ્યું છે. મને થયું કે ચાલતાં ચાલતાં એ શેનું ધ્યાન ધરી રહ્યા હશે ?
એમને જોઈને મારી જિજ્ઞાસા તથા રસવૃત્તિ વધી પડ્યાં. અમને અલગ કરનારી વાડને તોડી નાખવાની ઉત્કટ ઇચછાએ મારા પર કાબૂ મેળવ્યા.
Page #76
--------------------------------------------------------------------------
________________
અડિયાર નદીના ગીને મેળાપ
૩
મારે એમની સાથે વાત કરવી છે. આપણે પાછા ફરીએ.” મેં સૂચવ્યું.
બ્રાહ્મણે સખત વિરોધ કર્યો. એનો કઈ અર્થ નથી.” હું કોશિશ તો કરી જોઉં.” મેં ઉત્તર આપે. બ્રાહ્મણે મને ફરી વાર સમજાવવા પ્રયાસ કર્યો.
“એમની પાસે પહોંચવાનું એટલું બધું અઘરું છે કે અમે એમને વિશે ભાગ્યે જ કશું જાણી શક્યા છીએ. પિતાના પડોશીએથી પણ એ અલગ રહે છે. આપણે એમની વૃત્તિમાં વિક્ષેપરૂપ ન થવું જોઈએ.”
છતાં મેં એ નામી યોગીની દિશામાં ચાલવા માંડયું. એટલે મારા સાથીદાર માટે મારું અનુકરણ કરવા સિવાય બીજો કોઈ રસ્તો ન રહ્યો.
અમે એ યોગીની પાસે જઈ પહોંચ્યા. અમારી હાજરીની જરા પણ જાણ ન હોય તેમ એ ધીમે પગલે આગળ વધતા ગયા. અમે પણ એમની પાછળ પાછળ ચાલવા માંડયું.
હું તેમની સાથે વાતચીત કરી શકું કે કેમ તે જરા પૂછી જુઓ” મેં મારા સાથીદારને કહ્યું. એ અટક્યા અને પછી માથું હલાવીને ધીમે સ્વરે બોલ્યા : “ના. મારાથી એવું નહિ પુછાય.
એક કીમતી સમાગમને ખોઈ બેસવાની દુઃખદ શક્યતાએ મને વધારે પ્રયત્ન કરવા પ્રેરિત કર્યો. યોગીને મારે પોતે જ બોલાવવા એ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. હિંદુ અથવા અંગ્રેજ તરીકેની બધી જ રીતભાત કરે રાખીને હું એમના માર્ગમાં એમની આગળ ઊભો રહ્યો. હિંદીના નાના ભંડારમાંથી મેં એક ટૂંકું વાક્ય બોલી બતાવ્યું. એમણે ઉપર જોયું. એમના મોઢા પર સ્મિતની રેખા ફરી વળી, પરંતુ મસ્તકની મદદથી એમણે નકારાત્મક સંકેત કર્યો.
Page #77
--------------------------------------------------------------------------
________________
८४
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એ વખતે મદ્રાસની લોકભાષા તામિલને એક જ શબ્દ હું જાણતો હતો, અને યોગીને અંગ્રેજીનું એથીય ઓછું જ્ઞાન હતું એમાં શંકા નહતી. દક્ષિણમાં બહુ ઓછા લેકે હિંદીનું જ્ઞાન ધરાવે છે એની મને માહિતી નહોતી. સદ્ભાગ્યે બ્રાહ્મણને લાગ્યું કે એ દિશામાં મને એકલો ન મૂકવો જોઈએ; એટલે એ મારી મદદે આવ્યા. - એમણે ઉતાવળા, ક્ષમા માગતા સ્વરમાં તામિલમાં કાંઈક કહેવા માંડયું.
યોગીએ ઉત્તર ન આપ્યો. એમની મુખાકૃતિ ગંભીર થઈ, આંખ શુષ્ક તથા પ્રતિકૂળ બની ગઈ.
બ્રાહ્મણે મુશ્કેલીમાં મુકાયા હોય તેમ મારી તરફ જોવા માંડયું. લાંબા સમય સુધી શાંતિ રહી. બંનેમાંથી કોઈને ન સમજાયું કે શું કરવું ! મને સખેદ સમજાયું કે યોગીઓને બોલતા કરવાનું કામ કેટલું બધું કપરું છે. એમની મુલાકાત લેવામાં આવે તે એમને નથી ગમતું અને પોતાના અંગત અનુભવો વિશે બીજાની સાથે વાત કરવાનું પણ તેમને પસંદ નથી પડતું. યુગ સંબંધી સહાનુભૂતિ કે સમજ ન ધરાવનારા ટોપાવાળા અંગ્રેજ માટે પોતાની ઊંડી શાંતિને ભંગ કરવાનું કાઈ કહે છે તે તેમને નથી ગમતું.
એ લાગણીની સાથે એક બીજી લાગણી પણ ઉત્પન્ન થઈ. મેં આશ્ચર્ય વશ થઈને અનુભવ્યું કે યોગી મારું બારીક નિરીક્ષણ કરી રહ્યા છે. મારા પર એવી છાપ પડી કે મારી અંદરના વિચારોને એ માનસિક રીતે તપાસી રહ્યા છે. છતાં, બહારથી જોતાં એ અલિપ્ત અને ઉદાસીન દેખાતા. એ બાબતમાં મારી ભૂલ તો નહોતી થતી ને ?
પરંતુ હું કેઈ સૂક્ષ્મદર્શક યંત્રથી જેવાતે માનવપદાર્થ બની ગયે છું એવી વિચિત્ર લાગણીમાંથી મુક્તિ તો ન જ મેળવી શકાઈ.
બ્રાહ્મણે નિરુત્સાહ બનીને મને વિદાય થવાની સૂચના કરી. એકાદ મિનિટમાં જ એમના શાંત આગ્રહને વશ થઈને પરાજિત બનીને હું પાછું વળ્યું હતું, પરંતુ ત્યાં તે યોગીએ અચાનક
Page #78
--------------------------------------------------------------------------
________________
અડિયાર નદીના યાગીના મેળાપ
હાથના સંકેત કર્યો. એ અમને પાસેના ઊંચા તાડવૃક્ષ પાસે લઈ ગયા અને એમણે અમને પેાતાની સામે બેસવાના શાંત સંકેત કર્યાં. પછી એ પોતે પણ જમીન પર બેસી ગયા.
એમણે બ્રાહ્મણની સાથે તામિલ ભાષામાં ઘેાડીક વાત કરી. મે' જોયું કે એમનામાં ખાસ પ્રભાવ પાડવાની શિત છે અને એમના વ્યવહાર લગભગ સંગીતમય છે.
૯૫
:
યેાગી તમારી સાથે વાત કરવાની તૈયારી બતાવે છે.' મારા સાથીદારે મને સમજાવ્યું, અને પછી પેાતાના તરફથી કહી બતાવ્યું કે યેાગીએ નદીના વણખેડાયેલા ભાગ પરથી કેટલાંય વરસા સુધી મુસાફરી કરી છે.
સૌથી પહેલાં તા મેં યાગીનું નામ પૂછ્યું. એના જવાબમાં મને નામેાની એવી તેા લાંબી હારમાળા કહેવામાં આવી કે એમને હું તરત જ નવે નામે ઓળખતા થયા. મને ખબર પડી કે એમનું પહેલું નામ ‘ બ્રહ્મસુગાન’દા ’ હતું, બીજા ચાર એવાં જ લાંબાં કે એથી પણ લાંબાં નામ એમણે ધારણ કરેલાં, અને એમને બ્રહ્મને નામે ઓળખવાનું જ વધારે સારું હતું. એમનું દરેક નામ એટલા બધા અક્ષરાનું બનેલું હતું કે જો પાંચે નામને લખવા બેસું તે! એમના શબ્દોથી કાગળના કેટલાય ભાગ ભરાઈ જાય. એ યુવાન યાગીની નામાવિલ મારા પર પ્રભાવ પાડનારી અને મને મૂંઝવણમાં મૂકનારી સાબિત થઈ એટલે એ નામેાની જાહેરાત જરૂરી નથી લાગતી. અપરિચિત વાચકેાની સરળતા ખાતર એમના ઉલ્લેખ બ્રહ્મને નામે જ કરતા રહીશ. વાતચીત દરમિયાન મેં એમને માટે એ ટૂંકું નામ જ નક્કી કરેલું.
<
એમને જણાવા કે મને યાગમાં રસ છે અને હું એ વિશે કાંઈક જાણવા માગું છું.” મેં કહ્યું.
એ વાકયના અનુવાદ સાંભળીને યાગીએ માથું હલાવ્યું. · હા. મને તેની ખબર છે.’ એમણે સ્મિતપૂર્વક ઉત્તર આપ્યા ઃ સાહેબને ઇચ્છાનુસાર પ્રશ્નો પૂછવા દે.’
Page #79
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
“તમે કઈ યોગપદ્ધતિને અભ્યાસ કરે છે?”
મારી પદ્ધતિ શરીરસંયમની છે. બધી જાતના યોગોમાં એ સૌથી કઠિન છે. શરીર તથા પ્રાણની સામે જક્કી ખચ્ચરની સાથે લડતા હોઈએ તેમ લડવું જોઈએ, તેમ જ તેમને જીતવાં જોઈએ. એ પછી જ્ઞાનતંતુઓ તથા મન પર સહેલાઈથી સંયમ સાધી શકાય છે.”
એથી શું લાભ થઈ શકે ?” બ્રહ્મ નદી તરફ દષ્ટિ સ્થિર કરી.
“શરીરનું આરોગ્ય, મજબૂત ઈચ્છાશક્તિ, અને દીર્ધ જીવન એ એના થોડાક લાભ છે.” એમણે કહેવા માંડયું: “જેને આધાર લઉં છું એ અભ્યાસમાં સિદ્ધહસ્ત બનનારા યોગીની માંસપેશીઓ લોખંડી બની જાય છે. કોઈ પણ પ્રકારની પીડાથી એ ચલિત નથી થતો. હું એક એવા પુરુષને જાણું છું જેમની ઉપર ડોકટર દ્વારા ઓપરેશન કરવાનું હતું. એમને બેભાન બનાવવા કઈ દવા નહતી આપવામાં આવી. તોપણ એમણે એ કોઈ પણ પ્રકારના બડબડાટ વગર સહન કર્યું. એવા પુરુષે કોઈ જાતનું બાહ્ય રક્ષણ ન હોય તોપણ, કેઈ પણ પ્રકારની તકલીફ સિવાય ભયંકર ઠંડી પણ સહી શકે છે.
નોટબુક કાઢી; કારણ કે મને લાગ્યું કે અમારે વાર્તાલાપ મારા ધાર્યા કરતાં વધારે રસમય બને તે હતો. મારી મિતાક્ષરી નેંધ જોઈને બ્રહ્મ ફરી વાર સ્મિત કર્યું, પરંતુ એને વિરોધ ન કર્યો.
'તમારી યોગપદ્ધતિ વિશે વધારે કહો તો સારું. મેં માગણું કરી.
મારા ગુરુદેવે બરફથી ઢંકાયેલી હિમાલયની વિશાળ પર્વતમાળીમાં ફક્ત તજના જેવા રંગને ઝભ્ભો પહેરીને વાસ કરેલ. પાણી તરત જ થીજી જાય એવા ઠંડા સ્થાનમાં બે કલાક સુધી બેસી શકે છે. છતાં તેમને કશી તકલીફ નથી પડતી. અમારા એગમાં એવી શક્તિ છે.”
Page #80
--------------------------------------------------------------------------
________________
અડિયાર નદીના પેગીને મેળાપ
ત્યારે તો તમે શિષ્ય છે !” “હા. હજુ તે મારે ઘણું ટેકરીઓ પર ચડવાનું બાકી છે. અમારી યોગક્રિયાના રોજના અભ્યાસ પાછળ મેં સતત બાર વરસ પસાર કર્યા છે.”
એને પરિણામે તમે અસાધારણ શક્તિ મેળવી છે ?” બ્રહ્મ માથું હલાવ્યું, પણ ગાઢ મૌન રાખ્યું.
એ વિચિત્ર લાગતા યુવાન યોગીએ મને વધારે ને વધારે આકર્ષ્યા. તમે ગી કેવી રીતે બન્યા તે પૂછી શકું છું?” મેં કાંઈક અનિશ્ચયાત્મક સ્વરે પૂછી જોયું.
પહેલાં તો એને ઉત્તર ન મળે. અમે ત્રણે તાડવૃક્ષની નીચે બેસી રહ્યા. નદીને સામે કિનારેથી નાળિયેરીનાં વૃક્ષોમાં ફરનારા કાગડાના કર્કશ શબ્દો સંભળાયા કરતા હતા. એમની સાથે વૃક્ષો પર કૂદતા વાંદરાના અવાજ ભળી જતા હતા. કિનારા પરના પાણીને મલિન છાંટા પણ ઊડયા કરતા હતા.
ખુશીથી.” બ્રહ્મ એકાએક ઉત્તર આપ્યો. મને લાગ્યું કે મારા પ્રશ્નની પાછળ સામાન્ય કુતૂહલ કરતાં કશુંક વધારે છે તેની તેમને ખાતરી થઈ છે. હાથને શાલની પાછળ રાખી, નદીના દૂરના તટ પરના કોઈ પદાર્થ તરફ દષ્ટિને સ્થિર કરીને, તે બેલ્યા :
બાળક તરીકે મારો સ્વભાવ શાંત અને એકાકી હતો. બાળકની સામાન્ય તેમાં મને કોઈ જાતને આનંદ આવતો નહિ. બીજાની સાથે રમવા કરતાં ખેતર કે વાડીએમાં ફરતા રહેવાનું વધારે ગમતું. મારા જેવા વિચારશીલ બાળકને બહુ ઓછા લેકે સમજી શકતા, અને એ વખતના જીવનમાં હું સુખી હતો એમ નહિ કહી શકું. બારેક વરસની ઉંમરે, એકાએક અવસર મળતાં, મને મેટા માણસોની વાત સાંભળવા મળી અને એ વાત પરથી જ યોગનું અસ્તિત્વ છે એ વાત હું સમજી શક્યો. એ ઘટનાએ મારામાં યોગ વિશે વધારે જાણવાની ઈચછા પેદા કરી. કેટલાક
કે મારા
તરફ
ની પાછળ વધારે છે
- ૧ બાળ
Page #81
--------------------------------------------------------------------------
________________
૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
માણસોને મળીને એની માહિતી મેળવવાને મેં પ્રયત્ન કર્યો, અને તામિલ ભાષાનાં, યેગીઓ વિશેની રસપ્રદ સામગ્રી પૂરી પાડનારાં પુસ્તક પણ મેળવ્યાં. રણપ્રદેશમાંથી પસાર થતા ઘોડેસવારને તરસ લાગે તેવી જ રીતે મારા મનમાં એમના સંબંધી વિશેષ માહિતી મેળવવાની તરસ લાગી. પરંતુ હું એવી અવસ્થા પર પહોંચ્યો કે
જ્યારે વધારે જાણવાનું અશક્ય થઈ પડયું. એક દિવસ મારાં પુસ્તકનું એક વાક્ય મેં ફરી વાંચ્યું: “યોગમાર્ગમાં સફળતા મેળવવા માણસે ગુરુ કરવા જોઈએ.” એ શબ્દોની અસર મારા પર ઘણી ભારે થઈ. મને થયું કે ઘર છોડીને પ્રવાસ કરવાથી જ ગુરુની પ્રાપ્તિ થઈ શકશે. મારાં માતાપિતાએ એની રજા ન આપી. બીજું શું કરવું એની સમજ ન પડવાથી, મેં જેની થોડીક માહિતી મેળવેલી તે પ્રાણાયામની ક્રિયાઓ મેં છૂપી રીતે કરવા માંડી. એ અભ્યાસથી મને લાભ ન થયો, ઊલટું નુકસાન થયું તે નફામાં. નિષ્ણાત ગુરુના માર્ગદર્શન વિના એ ક્રિયાઓ ન કરવી જોઈએ તે હું ન સમજી શક્યો; પરંતુ મારી આતુરતા એવી હતી કે ગુરુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી હું રાહ જોઈ શકું જ નહિ. પ્રાણાયામની એ પ્રારંભિક ક્રિયાઓની અસર થોડા જ વખતમાં દેખાવા માંડી. મારા માથાની ઉપરના ભાગમાં એક નાનીસરખી ચિરાડ દેખાઈ ખાપરી એની નબળી જગ્યાએથી ફાટી ગઈ છે એવું જોઈ શકાયું. એમાંથી લોહીની ધારા વહેવા માંડી અને મારું શરીર ઠંડુગાર તથા જડ બની ગયું. મને લાગ્યું કે હવે મરી જવાશે. બે કલાક પછી મારી અંતરઆંખ આગળ એક અલૌકિક દૃશ્ય દેખાયું. મેં એક મહાન યેગીની આકૃતિ જોઈ. એ યોગીપુરુષે મને કહ્યું : “પ્રાણાયામની ગુપ્ત સાધનાધારા કેવી ભયંકર દશાએ પહોંચી જવાયું તે જોયુ ને ? આમાંથી તારે સખત બોધપાઠ લેવાનો છે.” એટલું કહીને યોગી અદશ્ય થઈ ગયા. પરંતુ એ પ્રસંગ પછી મારી દશા સુધરવા માંડી અને છેવટે હું સંપૂર્ણ સાજો થઈ ગયો. જો કે માથામાં હજુ ચાહું તે રહી જ ગયું છે.”
Page #82
--------------------------------------------------------------------------
________________
અડિયાર નદીના ચાગોના મેળાપ
બ્રહ્મે નીચે નમીને પેાતાનું માથું બતાવ્યું. એની ઉપરના ભાગએઁ એક નાનુ ગાળ ચાહું જોઈ શકાયું.
૯૯
* એ દુ:ખદ અનુભવ પછી મેં પ્રાણાયામની ક્રિયાને મૂકી દીધી અને ઘરનાં બંધના ઢીલાં થતાં સુધી ઘેાડાં વરસા રાહ જોઈ.’ એમણે કહેવા માંડયું : “ મને જ્યારે છૂટવાની તક મળી ત્યારે ઘરના ત્યાગ કરીને હું ગુરુની શાધમાં નીકળી પડયો. મને થયું કે ગુરુની પસંદગી કરવા થાડાક વખત એમની સાથે રહેવું જોઈએ. મને કેટલાક ગુરુ મળ્યા પણ ખરા, અને મારા સમય ઘેાડાક વખત એમની સાથે રહેવામાં અને નિરાશ થઈને ઘેર પાછા ફરવામાં પસાર થયા. તેમનામાંના કેટલાક તેા મઠના મહ`તેા હતા. બીજા કેટલાક ધાર્મિક સંસ્થાઓના આચાર્યા હતા. પરંતુ એમનામાંથી કાઈ પણ મને સંતાષી ન શકયા. એમણે તત્ત્વજ્ઞાનની ઘણી વાતા કહી બતાવી, પર ંતુ એમના પેાતાના અનુભવમાંથી મને કશું જ ન મળ્યું. એમનામાંના મેટા ભાગના માણસે તે। કાઈ જાતનું વ્યવહારુ માદન કરવાને બદલે પુસ્તકની વાતાનું જ પારાયણ કર્યા કરતા. મારે પુસ્તકના સિદ્ધાંતાની નહિ પણ યેાગના પ્રત્યક્ષ અનુભવની આવશ્યકતા હતી. એવી રીતે મે' દસેક ગુરુની મુલાકાત લીધી છતાં એમનામાંથી એક યાગને સાચે ગુરુ ન જણાયા. તાપણુ હું હતાશ તેા ન જ થયા. મારી યૌવનસહજ જિજ્ઞાસાએ જોર પકડયુ, કારણ કે મારા સ્વભાવ પ્રમાણે નિષ્ફળતા મારા સફળતા માટેના નિશ્ચયબળને વધારનારી સાબિત થાય છે.
C
હવે હું મેટા થયા. મારા બાપદાદાના ઘરના અને દુન્યવી જીવનના કાયમ માટે ત્યાગ કરીને સાચા ગુરુ માટે આજીવન શેાધ કરવાના મેં નિર્ણય કર્યો. એ પછી હું ઘેરથી અગિયારમા પરિભ્રમણુ કે પ્રવાસે નીકળી પડયો. આમતેમ ફરતા ફરતા છેવટે હું તાંજોર જિલ્લાના એક મેટા ગામમાં આવી પહેાંચ્યા. સવારના સ્નાન માટે નદીએ જઈને પાછળથી હું નદીના તટ પર ચાલવા માંડયો. ઘેાડા વખતમાં તા રાતા પથ્થરનું એક નાનકડું મદિર દેખાયુ. એમાં દષ્ટિપાત કરતાં જ મને નવાઈ લાગી. એક નગ્ન જેવા માણસની
Page #83
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ભારતના આધ્યાત્મિક રહસ્યબી ખેજમાં
આજુબાજુ કેટલાક લેકે વર્તુળાકારે બેઠા હતા. સાચું કહું તે એ માણસે કમર પર એક નાનું સરખો ટુકડે જ વીંટો હતો. લેકા એની તરફ પૂજ્યભાવે જોયા કરતા. સૌની મધ્યમાં બેઠેલા એ માણસની મુખાકૃતિમાં કશુંક માન પેદા કરે તેવું, ગૌરવભર્યું ને રહસ્યમય હતું. એથી પ્રભાવિત ને મુગ્ધ બનીને હું પ્રવેશદ્વાર પાસે ઊભો રહ્યો. મને જાણી લેતાં વાર ન લાગી કે એ નાનકડી સભાને કેાઈ જાતને ઉપદેશ અપાઈ રહ્યો છે અને સૌથી વચ્ચે બેઠેલે માણસ કેવળ પોથી પંડિત નથી, પરંતુ એક સારો મેગી અને આદર્શ ગુરુ છે. એવી લાગણી શા માટે થઈ તેને ખુલાસો મારાથી કરી શકાય તેમ નથી.
એટલામાં તો અચાનક એ પુરુષે પિતાનું મુખ બારણા તરફ ફેરવ્યું અને અમારી આંખ એક થઈ. મારા આત્માના ભાવને અનુસરીને મેં મંદિરમાં પ્રવેશ કર્યો. એ પુરુષે મારે સ્નેહથી સત્કાર કરી, મને નીચે બેસવાની આજ્ઞા કરીને કહેવા માંડયું : “છ મહિના પહેલાં તેને શિષ્ય તરીકે સ્વીકારવાની મને સૂચના મળેલી. હવે તું આવી પહોંચ્યો. મને સાનંદ આશ્ચર્ય સાથે યાદ આવ્યું કે મારો અગિયારમે પ્રવાસ શરૂ કરવા માટે મેં બરાબર છ મહિનાથી જ ઘર છોડેલું. ગમે તેમ પણ એવી રીતે મને મારા ગુરુની પ્રાપ્તિ થઈ. એ પછી એ જ્યાં જ્યાં ફર્યા ત્યાં હું એમની સાથે જ રહ્યો. કોઈક વાર એ શહેરોમાં જતા તે કઈ વાર એકાંત અરણ્ય કે નિર્જન જગલમાં જતા. એમની મદદથી મેં યોગમાર્ગનો સારો અભ્યાસ કર્યો અને છેવટે સંતોષ પણ મેળવ્યો. મારા ગુરુને માર્ગ શરીરસંયમને હવા છતાં એ એક મહાન અનુભવસંપન્ન યોગો હતા. યુગની પદ્ધતિઓ જુદી જુદી છે. એમની પ્રક્રિયાઓ અને રીતે એકમેકથી જુદી પડે છે. મને જે પદ્ધતિનું શિક્ષણ આપવામાં આવ્યું છે તે પદ્ધતિમાં મનને બદલે શરીરથી શરૂઆત કરવાની હોય છે. પ્રાણનો કાબૂ કરવાની વિદ્યા પણ મને શીખવવામાં આવી છે. યોગની એક શક્તિની પ્રાપ્તિ કરવા એક વાર મારે ચાલીસ દિવસના ઉપવાસ કરવા પડેલા.
Page #84
--------------------------------------------------------------------------
________________
અડિયાર નદીના પેગીનો મેળાપ
-
- ૧૦૧
તમે કલ્પના કરી શકશે કે તે દિવસે મને કેટલું બધું આશ્ચર્ય થયું હશે, જયારે ગુરુએ મને બોલાવીને કહ્યું કે “સંસારના સંપૂર્ણ ત્યાગનો સમય હજુ તારા જીવનમાં નથી આવ્યો. એટલા માટે ઘેર જઈને સામાન્ય જીવન જીવવાની શરૂઆત કર. તારું લગ્ન થશે અને તારે એક સંતાન પણ થશે. ઓગણચાળીસમે વરસે તને કેટલાક સંકેતો મળશે. એ પછી તને સંસારનો ત્યાગ કરવાની સ્વતંત્રતા રહેશે. પછી વનમાં જઈને એકાંતમાં ધ્યાન કરીને યોગી દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય ધ્યેયની પ્રાપ્તિ કરીશ. હું તારી રાહ જોઈશ અને તું મારી પાસે પાછો આવી જઈશ.”
એમની આજ્ઞા પ્રમાણે હું મારા જન્મસ્થાનમાં પાછો ફર્યો. થોડા વખતમાં એક વિશ્વાસુ પ્રેમી સ્ત્રી સાથે મારું લગ્ન થયું. એનાથી મને મારા ગુરુએ ભવિષ્ય ભાખ્યા પ્રમાણે બરાબર એક જ સંતાન થયું. એ પછી થોડે વખતે મારી પત્ની મૃત્યુ પામી. મારાં મા-બાપ પણ મૃત્યુ પામ્યાં હોવાથી, મને બાળપણથી જાણતી, મારા ગામની એક વિધવા સાથે અહીં આવીને રહેવા લાગ્યો. એ મારી બધી રીતે સંભાળ રાખે છે, અને ઉંમરની સાથે એનું ડહાપણ વધ્યું હોવાથી, ગમાં સૂચવ્યા મુજબને એકાંતવાસ કરવામાં એ મને મદદરૂપ થાય છે.”
બ્રહ્મ બોલવાનું બંધ કર્યું. એમના ખુલાસાથી હું એટલે બધે. પ્રભાવિત થયે કે મારી જીભ શાંત થઈ ગઈ. બેત્રણ મિનિટની સંપૂર્ણ શાંતિ પછી રોગીએ ઊભા થઈને પિતાનું મોટું ઘર તરફ ફેરવીને ધીરેથી ચાલવા માંડયું. પેલા બ્રાહ્મણે તથા મેં એમનું અનુકરણ કરવા માંડયું.
સુંદર તાડવૃક્ષોના સમૂહમાંથી અમારો રસ્તો આગળ વધતે. તેજસ્વી સૂર્ય પ્રકાશથી નદી પ્રકાશી ઊઠેલી. એને કિનારે ફરતાં ફરતાં અમારો કલાક જેટલે વખત પસાર થઈ ગયો. થોડા વખતમાં તો અમે માણસોની વસતિમાં આવી પહોંચ્યા. માછીમારો પ્રાચીન
ભા. આ. ૨. છે. ૭
Page #85
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
પદ્ધતિ પ્રમાણે કામ કરવા પાણીમાં ચાલતા હતા. નાવડીમાં બેસીને કે કિનારે રહીને માછલાં પકડવાને બદલે જાળ તથા ટાપલા લઈ એ કમરખૂડ પાણીમાં ઊભા રહેતા.
સુંદર પીંછાંવાળાં પખી નદી તરફ ઊડચા કરતાં એથી તા આખાય દેખાવ વધારે સુંદરતા ધારણ કરતા. દરિયાની દિશામાંથી અમારી તરફ વાતા મદ્રુમદ ખુશનુમા પવનને લીધે વાતાવરણ થાડુ ક સુગંધીદાર લાગતું. એટલામાં તેા રસ્તે આવી પહેાંચ્યું! તે નદીના ત્યાગ કરતાં મને ખેદ થયા. ધીમે સ્વરે ખેાલતું ડુક્કરનુ ટાળુ અમારી પાસેથી પસાર થયું. એમને હાંકનારી પછાત કામની ભૂરા રંગવાળી સ્ત્રી એમના પર વાંસની લાકડીના પ્રહાર કર્યા કરતી.
બ્રહ્મ અમારી તરફ ફરીને આખરે અમારી વિદાય લીધી. મેં એમને ફરીથી મળવાની ઇચ્છા બતાવી. એમણે એ ઇચ્છાને સ્વીકાર કર્યાં. એ પછી મેં વધારે સાહસ કરીને પૂછી જોયુ કે તે પાતે મારે ત્યાં પધારવાની કૃપા કરશે કે કેમ ! મારા બ્રાહ્મણ સાથીદારના ઊંડા આશ્ચર્ય વચ્ચે યેાગીએ સાંજના મને મળવા માટે આવવાની સત્વર હા પાડી.
અધારું થવા આવ્યું એટલે બ્રહ્મના આગમનની હું આતુરતાપૂર્વીક રાહ જોવા માંડયો. મારા મનમાં ભાતભાતના પ્રશ્નો ધેાળાવા લાગ્યા. એમની ટૂંકી આત્મકથા મને ભારે રહસ્યમય લાગેલી અને એમના વિચિત્ર વ્યવહારે મને નવાઈ પમાડેલી.
નોકરે એમના આવવાની ખબર આપી એટલે એમના સ્વાગતમાં એસરીમાંથી થાડાં પગથિયાં ઊતરી, બે હાથ જોડીને હું સામે ગયેા. મેં ઘેાડા જ વખતમાં શીખી લીધેલી હિંદુ સ્વાગતની એ સામાન્ય વિધિ પશ્ચિમના લેાકને જરા વિચિત્ર લાગશે. એ વિધિ સૂચવે છે કે મારા અને તમારા આત્મા એક જ છે. એ વિધિ હરતધૂનનનો ભારતીય વિકલ્પ હેાવા છતાં. કાઈ અંગ્રેજ એ વિધિ કરી બતાવે છે ત્યારે એ ઘટના વિરલ હેાવાથી, ભારતવાસીઓને
Page #86
--------------------------------------------------------------------------
________________
અડિયાર નદીના ચાગીના મેળાપ
બહુ જ આનંદ આપે છે. મને સૌ કાઈ મિત્રભાવે સ્વીકારે એવી મારી ઇચ્છા રહે છે એટલે મારી જાણ પ્રમાણેના ભારતીય રીતરિવાજોને માન આપવાનો કે પાળવાને હું પ્રયાસ કરું છું. એને અ` એવા નથી કે હું કાઈ ખીજા દેશનો થવા માગું છું: એવી ઇચ્છા હું નથી રાખતા, પરંતુ બીજાની પાસેથી જેવા વર્તનની મારી અપેક્ષા છે તેવું વન ખીજા પ્રત્યે રાખવાની પણ હું મારી કુંજ સમજું છું.
બ્રહ્મ મારી સાથે મેાટા એરડામાં આવી પહેાંચ્યા અને જમીન પરવિના વિલ ંબે પલાંઠી વાળીને બેસી ગયા.
6
6
તમે આ ઊઁચી બેઠક પર ન બેસેા ? ' મેં એમને દુભાષિયા દ્વારા પ્રશ્ન કર્યો : - એ સરસ ગાદીવાળી તથા અત્યંત આરામદાયક છે.” પરંતુ એમને તો સખત જમીન જ વધારે પસંદ પડી. હિંદુસ્તાનનાં ઘરાની જમીનો લાકડાંથી નહિ પરંતુ લાદીઆથી જડેલી ડાય છે.
એમની મુલાકાત બદલ મારી કૃતજ્ઞતા પ્રકટ કરીને એમની આગળ મેં ભેજન મૂકયુ. એને એમણે શાંતિથી આરેાગવા માંડયુ.
ભેાજવિધિ પૂરી થયા પછી મને લાગ્યું કે મારે વિશે અથવા તા એમના જીવનમાં થયેલા મારા આકસ્મિક પ્રવેશ વિશે એમને કાંઈ કહી બતાવું તેા સારુ. એટલા માટે મને ભારતમાં લઈ આવનારાં પરિબળેના મેં એમને ટ્રકમાં ખ્યાલ આપ્યા. એને અંતે અત્યાર સુધી એકલતાના કિલ્લામાં છુપાઈ રહેલા બ્રહ્મ એમાંથી બહાર આવીને મારા ખભા પર મૈત્રીભાવે હાથ મૂકયો, ને કહ્યું :
પશ્ચિમમાં તમારા જેવા મનુષ્યા વસે છે એ જાણીને આનંદ થાય છે. તમારી યાત્રા નકામી નથી ગઈ. કારણ કે તમને ઘણુંઘણું જાણવાનું મળશે. જે દિવસે પ્રાર્ધે આપણને એક જ જગ્યાએ ભેગા કરી દીધા એ દિવસ મારે માટે સાચેસાચા સુખના દિવસ
Page #87
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
છે. તમારે જે પૂછવું હોય તે ખુશીથી પૂછે. મારી પ્રતિજ્ઞાની મર્યાદામાં રહીને તેના જવાબ હું જરૂર આપીશ.'
મને થયું કે મારું ભાગ્ય ખરેખર છે તો સારું. મેં એમની યોગપદ્ધતિ, એના ઇતિહાસ અને ધ્યેય વિશે માહિતી માગી.
મેં જેનો અભ્યાસ કર્યો છે તે શરીરસંયમની સાધના કેટલી બધી જૂની છે તે કોણ કહી શકે ? અમારા ગુન શાસ્ત્રગ્રંથો પરથી જાણી શકાય છે કે ભગવાન શંકરે ઘેરંડ મનિને એનો ઉપદેશ આપેલો. ઘેરંડ મુનિ પાસેથી એનો ઉપદેશ માર્તડેય મુનિએ ગ્રહણ કર્યો, માર્તડેયે એ સાધના બીજાને શીખવી, અને એ પ્રમાણે હજારો વરસોથી એની પરંપરા ચાલતી આવી છે. ખરેખર કેટલાંક હજાર વરસથી એનો પ્રવાહ ચાલ્યા કરે છે તે તે કોણ જાણે, પરંતુ એટલું તો સાચું કે પ્રાચીન કાળની યોગવિદ્યામાં એ સૌથી છેલ્લી છે. એ દિવસોમાં પણ માનવનું એવું અધઃપતન થયું હતું કે શરીર દ્વારા મોક્ષ મેળવવાનો માર્ગ દેવોએ એની આગળ ખુલ્લો કર્યો. શરીરજયના એ યોગનું જ્ઞાન એના પર કાબૂ કરી ચૂકેલા સિદ્ધો સિવાય બીજાને બહુ જ ઓછું હોય છે. સામાન્ય લે કે તે એ પ્રાચીન વિદ્યા વિશે ઘણું બેટા ખ્યાલે. ધરાવતા હોય છે. એવા સિદ્ધ યોગી પુરુષનું દર્શન અત્યંત દુર્લભ થઈ ગયું હોવાથી, લોકસમૂહના કેઈ પણ જાતના વિરોધ વગર, અમારી યોગપદ્ધતિને નામે કેટલીય મૂર્ખતાપૂર્વક વિકૃત પ્રક્રિયાઓના પ્રચાર થઈ રહ્યો છે. બનારસ જશે તે જોશો કે એક માણસ તીક્ષ્ણ ધારવાળા ખીલાની પથારી પર દિવસભર બેસે છે ને રાતભર સૂઈ રહે છે. બીજે ઠેકાણે એક એવા માણસનું દર્શન થશે જેણે એક હાથ અદ્ધર રાખ્યો છે. એ હાથ તદ્દન કૃશ તથા નકામો બની ગયો છે, અને એના નખ પણ કેટલાય ઇંચ લાંબા થયા છે. તમને કહેવામાં આવશે કે એ બધા અમારી પદ્ધતિનો અભ્યાસ કરી રહ્યા છે, પણ ખરેખર એવું નથી સમજવાનું. એવા લોકો યોગના નામને કલંકિત કરે છે. કેને ચકિત કરવા માટે મૂર્ખાઈભરી પદ્ધતિઓને
Page #88
--------------------------------------------------------------------------
________________
અડિયાર નદીના પેગીને મેળાપ
૧૫
આધાર લઈને કષ્ટ આપવું એ અમારું ધ્યેય નથી સમજવાનું. પિતાને પીડા પહોંચાડનારા એ તપસ્વીઓ કેવળ અજ્ઞાની લેકે છે. કેઈ ચિત્ર કે ગપ્પીદાસ દ્વારા કેટલીક ક્રિયાઓની માહિતી મેળવીને શરીર સાથે તેઓ તેના બળજબરીપૂર્વકના પ્રયોગો કરે છે. અમારા આદર્શોનું જ્ઞાન ન હોવાથી, એ ક્રિયાપ્રક્રિયાઓને વિકૃત રૂપ આપીને તે લાંબા સમય સુધી કૃત્રિમ રીતે ચાલુ રાખે છે, તે પણ, સામાન્ય જનસમાજ એવા દાંભિક સાધુઓને માન આપે છે, અને વધારામાં અન્નવસ્ત્ર તથા પૈસા પણ પૂરાં પાડે છે.”
પરંતુ એમને જ દેષ દેવ બરાબર છે ? સાચા યોગીઓ જે દુર્લભ હોય અને એ પણ પિતાની સાધનાને ગુપ્ત રાખતા હોય તે ગેરસમજૂતી થવાનો સંભવ રહે જ.” મેં વિરોધી સૂર કાઢ્યો.
બ્રન્ને મસ્તક હલાવ્યું. એમના મુખ પર ઉપેક્ષાભાવ ફરી વળ્યું.
લોકને બતાવવા માટે રાજા પિતાનાં રત્નોને જાહેર માર્ગ પર મૂકી રાખે છે ?” એમણે પ્રશ્ન કર્યો. “ના. એ એમને પોતાના રાજમહેલની અંદરના ભાગમાં પોતાની તિજોરીમાં છુપાવી રાખે છે. અમારી યોગવિદ્યાનું જ્ઞાન માનવના મહામૂલ્યવાન ભંડાર જેવું છે. એનું ભરબજારમાં એ સૌને માટે પ્રદર્શન કર્યા કરે છે એ ભંડારને મેળવવાની ઈચ્છા હોય તે તેને માટે ભલે શોધ કરે. એ જ એક માર્ગ છે અને સાચે માર્ગ છે. અમારાં શાસ્ત્રો અવારનવાર ગુપ્તતાની આજ્ઞા કરે છે અને અમારા આચાર્યો પણ ઓછામાં ઓછાં થોડાંક વરસો પિતાને વફાદાર રહ્યા હોય એવા, પરીક્ષામાં પાર ઊતરેલા શિષ્યોને જ અગત્યનું શિક્ષણ પૂરું પાડે છે. અમારે યોગ બધા યોગોમાં ઘણે ગૂઢ છે. એકલા શિષ્ય માટે જ નહિ, પરંતુ બીજાને માટે પણ તે ભારે જોખમોથી ભરેલું છે. હવે તમે વિચારી જુઓ કે એના પ્રાથમિક સિદ્ધાંતો સિવાયના બીજા સિદ્ધાંતોની માહિતી અને તે પણ પૂરેપૂરા વિવેક વગર, હું તમને આપી શકું?”
“બરાબર.”
Page #89
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
પરંતુ અમારા યોગની એક બાજુ વિશે હું તમારી સાથે વધારે છૂટથી વાત કરી શકું. એ બાજુ ઈચ્છાશક્તિને વધારવાની તથા શરૂઆતના સાધકના શરીરને સુધારવાની છે. તે વગર વેગની કઠિન ક્રિયાઓ સાધવાની યોગ્યતા ન મેળવી શકાય.”
“પશ્ચિમના લોકોને એમાં રસ પડશે.”
અમારી પાસે એવી વીસેક જેટલી શારીરિક ક્રિયાઓ છે જેમની મદદથી જુદાંજુદાં અંગોપાંગે મજબૂત બને છે તથા કેટલાક રોગો દૂર થાય છે અથવા થતા અટકી જાય છે. કેટલાંક તો એવાં આસનો છે જે કેટલાક ખાસ શક્તિકેન્દ્રો પર દબાણ લાવે છે. એ શક્તિકેન્દ્રો બદલામાં બરાબર કામ ન કરતા ચોક્કસ અવયવોને અસર પહોંચાડે છે અને એમને ઠીક કરે છે.”
તમે દવાનો ઉપયોગ કરે છે ખરા ?”
જરૂર પડે તો, વધતા ચંદ્રપ્રકાશમાં ચૂંટેલી કેટલીક ઔષધિઓનો ઉપયોગ કરું છું. સ્વાથ્યલાભની શરૂઆતનું કામ સિદ્ધ કરવા માટેની ચાર ક્રિયાઓનું જ્ઞાન અમે ધરાવીએ છીએ. પહેલાં તો આરામની કળા જાણી લઈએ છીએ, જેથી જ્ઞાનતંતુઓને આરામ મળે. એને માટે પણ મદદરૂપ એવી ચાર પ્રક્રિયા છે. પછી અમે શરીરને સ્વાભાવિક રીતે લંબાવનારાં તંદુરસ્ત પ્રાણીઓની નકલ કરીને શરીરના વિસ્તારની ક્રિયા શીખીએ છીએ. એ પછી તમને વિચિત્ર લાગે તેવી પરંતુ પોતાની અસર ઉપજાવવામાં ઉત્તમ એવી જુદીજુદી પદ્ધતિઓથી શરીરને સંપૂર્ણપણે સાફ કરીએ છીએ અને છેલ્લે પ્રાણાયામની મદદથી પ્રાણ પર કાબૂ કરવાની કોશિશ કરીએ છીએ”
થોડીક પ્રક્રિયાઓને પ્રયોગ કરી, બતાવવાની માગણી કરી. “હવે હું તમને જે પ્રયોગ કરી બતાવું છું તેમાં કાંઈ છૂપું રાખવા જેવું નથી.” બ્રહ્મ સ્મિત કરતાં કહ્યું. “આપણે સૌથી પહેલાં આરામની કળાથી આરંભ કરીએ. એ બાબતમાં આપણે બિલાડી
Page #90
--------------------------------------------------------------------------
________________
અડિયાર નદીના ગીને મેળાપ
૧૦૭
પાસેથી ડુંક શીખી શકીએ છીએ. અમારા ગુરુ શિષ્યની વચમાં બિલાડી મૂકીને એ આરામ કરે છે ત્યારે કેવી છટાદાર દેખાય છે તેનું નિરીક્ષણ કરવાની સૂચના આપે છે. ભરબપોરના તાપમાં એ ઊંઘી જાય છે ત્યારે એને ધ્યાનપૂર્વક જોવાનું કહે છે. ઉંદરના દરની નજીક નીચી નમે છે ત્યારે એનું અવલોકન કરવાની આજ્ઞા આપે છે. પોતાના શિષ્યોને એ સમજાવે છે કે બિલાડી સાચા આરામને આદર્શ દાખલો પૂરે પાડે છે, અને પિતાની સમસ્ત શક્તિને કેવી રીતે ભેગી કરવી તેમ જ સંઘરી રાખવી તે પણ સમજે છે. તમે માને છે કે તમે આરામ કરવાની કળામાં કુશળ છે, પરંતુ તમારી માન્યતા નિરાધાર છે. થડેક વખત તમે ખુરશીમાં બેસે છે, પછી આમતેમ ફર્યા કરે છે, પછી વળી બેચેની અનુભવો છે અને છેવટે લાંબા પગ કરીને સૂઈ જાઓ છે. ખુરસી પરથી ઊભા નથી થતા અને ઉપરથી જોતાં આરામ કરતા દેખાઓ છો તોપણ, તમારા મગજમાં વિચારોની હારમાળા ચાલતી હોય છે. એને શું આરામ કહેવાય ? એ શું એક રીતે જોતાં વધારે ચપળ બનવાને રસ્તો નથી લાગતો ?”
એ દષ્ટિકોણ તો મારા ખ્યાલમાં જ નથી આવ્યુંમેં કહ્યું. “પશુઓ કેવી રીતે આરામ કરવું તે જાણે છે, પરંતુ બહુ ઓછા માણસે એ જ્ઞાન ધરાવે છે. એનું કારણ એ છે કે પશુઓ કુદરતી પ્રેરણા અથવા કુદરતના આદેશ પ્રમાણે ચાલે છે ત્યારે માણસો એમના વિચારોથી દોરવાય છે અને માણસે મોટે ભાગે પિતાના મગજ પર પૂરે કાબૂ નથી ધરાવતા તેથી એને લીધે એમના જ્ઞાનતંતુઓ અને શરીર પર અસર થાય છે. એમને સાચો આરામ ભાગ્યે જ મળે છે.”
“તે પછી શું કરવું જોઈએ ?”
સૌથી પહેલાં તો તમારે બેસવાની પૂર્વીય પદ્ધતિ શીખી લેવી જોઈએ. તમારા ઉત્તરીય દેશોમાં ઠંડા એારડાઓમાં ખુરસીઓને ઉપયોગ કરે તે ભલે, પરંતુ યોગસાધના માટે તૈયાર કરનારી
Page #91
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ક્રિયાઓ કરતી વખતે તેમના વગર ચલાવી લેતાં શીખવું જોઈએ. અમારી બેસવાની પદ્ધતિ ખરેખર અત્યંત આરામદાયક છે. કામ કર્યા પછી કે ચાલ્યા પછી આખા શરીરને એ શાંતિ આપે છે. એ પદ્ધતિ શીખવાને સહેલામાં સહેલો રસ્તો તમારા ખંડની દીવાલ પાસે નાને કામળે કે શેતરંજી મૂકવાનો છે. એ પછી એના પર બનતા આરામપૂર્વક બેસો અને જરૂર પડે તો દીવાલનો ટેકો લે. શેતરંજીને ખંડની વચ્ચે પાથરીને ટેકો લેવા આગળ કોચ કે ખુરસી પણ રાખી શકે. એ પછી પગને ઘૂંટણ તરફથી અંદર વાળીને પલાંઠી વાળો. એમ કરવામાં માંસપેશીઓને કડક ન કરે અને કઈ પ્રકારનો પરિશ્રમ ન પહોંચે તેનું પણ ધ્યાન રાખો. એટલે પહેલી ક્રિયા તો એ પ્રમાણે બેસીને થોડોક શ્વાસ લેવા સિવાય તમારા શરીરને તદન શાંત કરી દેવાની છે. એ રીતે બેઠા પછી બધી જાતના દુન્યવી વિષયો તેમ જ બેજાના વિચારોને શાંત કરવાનો સંકલ્પ કરવો જોઈએ. તમારા મનને કાઈ ચિત્ર કે ફૂલ જેવા સુંદર પદાર્થ પર કેન્દ્રિત કરે.”
મારી આરામ ખુરસી પરથી ઊઠીને બ્રહ્મ વર્ણવ્યા મુજબના આસનનો આધાર લઈને હું એમની સામે બેઠો. જૂના જમાનાના દરજી પગ પર પગ મૂકીને કામ કરવા બેસતા એવું જ એ આસન હતું.
હા, તમે તે સહેલાઈથી કરી શકે છે. બ્રહ્મ કહેવા માંડયું પરંતુ બીજા અંગ્રેજે ટેવાયેલા ન હોય એટલે આવું આસન સહેલાઈથી ન કરી શકે. તમારી એક ત્રુટિ પ્રત્યે ધ્યાન દોરું ? તમારી પીઠને વળેલી નહિ પણ સીધી રાખે. હવે તમને બીજી ક્રિયા બતાવું?”
બ્ર પિતાના પગ એવી જ રીતે વાળેલા રાખીને ઘૂંટણને હડપચી તરફ ઊંચાં કર્યા. એમ કરવાથી એમના પગ માથાથી થડે છેટે રહ્યા. ઘૂંટણને એમણે પિતાના હાથ લાંબો કરીને વીંટી
દીધી.
Page #92
--------------------------------------------------------------------------
________________
અડિયાર નદીના ગીનો મેળાપ
લાંબા વખત સુધી એકધારા ઊભા રહ્યા પછી આ ક્રિયા ભારે શાંતિદાયક સાબિત થાય છે. તમારી બેઠક પર શરીરનું મેટા ભાગનું વજન નાખી દે. થાક જેવું લાગે ત્યારે થોડા વખત સુધી આ આસનને અભ્યાસ કરી શકે છે. એનાથી કેટલાંક મહત્વનાં શક્તિકેન્દ્રોને આરામ મળશે.'
એ તો એકદમ સરળ દેખાય છે.'
આરામ કરવાની કળા શીખવામાં કેઈ ગૂંચવણભરેલી પદ્ધતિને આધાર નથી લેવાનો. સાચું કહું તો, અમારી સહેલામાં સહેલી ક્રિયા પણ ઉત્તમ પરિણામે પેદા કરે છે. પગને લંબાવીને જમીન પર ચત્તા સૂઈ રહો. પગની આંગળીઓ બહારની બાજુ રાખો. હાથ લાંબો કરીને શરીરની બંને બાજુ છૂટા રાખો. પ્રત્યેક અંગને ઢીલું કરે. આંખ બંધ કરો. શરીરને ભાર જમીન પર નાખી દો. કરોડરજજુને સીધી રાખો. અત્યંત આવશ્યક હોવાથી, આ ક્રિયા પથારીમાં કરવી નહિ ફાવે. જમીન પર કામળે પાથરી શકે છે. એ દશામાં પ્રકૃતિમાં આરામદાયક પરિબળો તમને આરામ આપશે. અમે એને “ શવાસન ”ના નામથી ઓળખીએ છીએ. જે તમારી ઈચ્છા હોય તો, અભ્યાસ દ્વારા આમાંના કોઈ પણ આસનમાં એકાદ કલાક સુધી આરામપૂર્વક રહી શકે છે. માંસપેશીઓની થકાવટને દૂર કરીને એ જ્ઞાનતંતુઓને શાંતિ આપે છે. મનની શાંતિ પહેલાં શરીરનાં અંગોને શાંતિ મળી જાય છે.”
તમારી ક્રિયાઓમાં બીજું કશું નહિ, પરંતુ એક યા બીજી રીતે શાંતિપૂર્વક બેસવાનું જ શીખવવામાં આવે છે !”
એ શું કાંઈ જ વિસાતમાં નથી ? તમે પશ્ચિમવાસીઓ ક્રિયાશીલ બનવાની જ ઝંખના રાખે છે, પરંતુ આરામની ઉપેક્ષા કરવા જેવી છે ખરી ? શાંત જ્ઞાનતંતુઓને શું કશો જ અર્થ નથી ? આરામ અથવા શાંત દશા યોગની શરૂઆતની દશા છે, પરંતુ
Page #93
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
આપણને જ એની આવશ્યકતા છે એમ નથી સમજવાનું. આખી દુનિયાને એની આવશ્યકતા છે.”
બ્રહ્મના શબ્દો કાંઈ ખોટા નહોતા.
આજની સાંજ માટે આટલી ક્રિયાઓ પૂરતી છે.' એમણે ઉમેર્યું: “હવે હું વિદાય લઈશ.”
એમણે જે કાંઈ કહ્યું તે માટે મેં એમનો આભાર માન્યો અને વધારે માહિતી પૂરી પાડવાની પ્રાર્થના કરી.
કાલે સવારે તમે મને નદીકાંઠે મળી શકશે.” એમણે ઉત્તર આપ્યો.
સફેદ શાલ શરીરે વીંટીને એમણે હાથ જોડીને મારી રજા માગી ને વિદાય લીધી. આટલા આકસ્મિક રીતે પૂરા થયેલા અમારા રસમય વાર્તાલાપને વાગોળવાનું કામ મારે માટે બાકી રહ્યું.
એ પછી યોગીને મારે અનેક વાર મળવાનું થયું. એમની સંમતિ મેળવીને સવારે એ ફરવા નીકળતા ત્યારે હું એમની સાથે થઈ જતો, અને જ્યારે એમને ઘેર બેસવા સમજાવી શકતો ત્યારે સાંજને સમય એ મારી સાથે ઘરમાં જ પસાર કરતા. એ બધી સાંજ મારે માટે તથા મારી શોધ માટે ખૂબ જ લાભકારક થઈ પડતી, કારણકે પ્રખર તાપને બદલે ચંદ્રને ઉદય થતો જતે તેમતેમ એમના મુખમાંથી જ્ઞાનનાં ઊંડાં રહસ્યોનું ઉદ્ઘાટન સ્વાભાવિક રીતે જ થયા કરતું.
થોડા વખત માટે મને જે વાતનું આશ્ચર્ય થયેલું તે વાતને ખુલાસો થોડીક પૂછપરછ પછી તરત થઈ ગયો. મારી સમજ એવી હતી કે હિન્દુજાતિ ઘઉંવર્ણી છે. તે પછી બ્રહ્મની ચામડીને રંગ હબસીના રંગ જેવો કાળ કેમ હશે ?
એનો ઉત્તર એ છે કે એ ભારતના પ્રથમ નિવાસી, મૂળ - પ્રજાજનમાંના એક હતા. જ્યારે આર્યો વાયવ્ય ખૂણાના પર્વતમાંથી
Page #94
--------------------------------------------------------------------------
________________
અડિયાર નદીના યોગીને મેળાપ
૧૧૧
હજારો વરસો પહેલાં નીચે મેદાની પ્રદેશમાં આવ્યા ત્યારે ત્યાં રહેતા પ્રવિડિયનોને તેમણે દક્ષિણમાં હાંકી કાઢયા. વિડિયો આર્યોના ધર્મને આત્મસાત કરી ચૂક્યા હોવા છતાં આજ સુધી અલગ રહ્યા છે. ધખધખતા સૂર્યને લીધે એમની કાળી પડી ગયેલી ચામડી પરથી કેટલાક માનવજાતિશાસ્ત્રીઓ એમ માનવા પ્રેરાય છે કે સૌથી પહેલાં એમનું મૂળ ક્યાંક આફ્રિકામાં હોવું જોઈએ. બીજા કેટલાક પુરાવા પણ એવું માનવા પ્રેરિત કરે છે. આખા દેશ પરના એમના એકાધિપત્યના એ આરંભના દિવસોની જેમ દ્રવિડિયનો આજે પણ લાંબા વાળ રાખીને પાછળ અંબોડો વાળે છે, અને એમની અર્ધ ઉચ્ચારેલી મહત્ત્વની ભાષા બોલે છે. એમાં સૌથી અગત્યની ભાષા તામિલ છે.
બ્રહ્મ વિશ્વાસપૂર્વક કહી બતાવ્યું કે આર્યોએ બીજી કેટલીક વસ્તુઓની જેમ યોગનું જ્ઞાન પણ એમની પોતાની જાતિ પાસેથી જ મેળવેલું પરંતુ જેમની આગળ મેં એ દાવો રજૂ કર્યો તે વિદ્વાન હિન્દુઓએ તેને નિરાધાર તથા જંગલી કહીને નકારી કાઢો. એટલા માટે ભારતના મૂળ રહેવાસી તરીકેનો બીજો ઓછો મહત્ત્વનો મુદ્દો મેં એક બાજુએ મૂકી દીધે.
યૌગિક શરીરશાસ્ત્ર પર કોઈ મહાનિબંધ લખવાનો વિચાર હું નથી કરી રહ્યો, એટલે શરીરસંયમના યોગમાં મહત્ત્વની મનાતી, શારીરિક અવસ્થાઓને શીખવનારી તથા સાચવવામાં મદદ કરનારી બેત્રણ ક્રિયાઓનો ઉલ્લેખ કરીને જ સંતોષ માનીશ. તાડવૃક્ષોના ઝુંડની વચ્ચે કે મારા નીરસ જેવા ઘરમાં બ્રહ્મ મને જે વીસ કે વધારે આસને કરી બતાવ્યાં તે દરમિયાન શરીરને સારી પેઠે મરડવામાં આવેલું. પશ્ચિમવાસીઓને તે કળાં, અશક્ય, અથવા બંને જાતનાં લાગે તેમ છે. એમાંનાં કેટલાંકમાં તે પગને ઊંચા કરીને બંને ઘૂંટણને સરખાં રાખવાનાં હતાં, અથવા હાથની આંગળીઓ પર આખા શરીરને સ્થિર રાખવાનું હતું. કેટલાકમાં પીઠ પાછળ હાથ રાખી હાથને પાછા આગળ લાવવા પડતા, તો
Page #95
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
કેટલાકમાં અગેાપાંગાને બાંધી દેવાં પડતાં. વળી ખીન્ન પ્રકારના આસનમાં નટની જેમ પગને ખભાની ઉપર અથવા ગરદનની પાછળ લઈ જવા પડતા. પાંચમી પતિમાં ગળાને વિચિત્ર રીતે વાળવા તથા ફેરવવામાં આવતું. બ્રહ્મને એમાંના કેટલાંક આસનાના પ્રયોગા કરી ખતાવતા જોઈને યાગની સાધના કેટલી બધી કપરી થઈ પડે તેમ છે તેની મને ખાતરી થઈ.
૧૧૨
C
તમારી પતિમાં આવાં કેટલાંક આસનો છે?’ મે' પૂછી જોયું. “ શરીરસંયમના યાગમાં ચેર્યાસી આસન છે.’બ્રહ્મ ઉત્તર આપ્યા : મને અત્યારે ચેાસઠ આવડે છે.’ એ ખેલતી વખતે પણ એમણે એક આસન કરી બતાવ્યું અને એમાં જેવી રીતે હું ખુરસી પર બેઠેલા તેવી જ રીતે આરામથી બેસી રહ્યા. એમણે કહ્યું કે એ એમનું પ્રિય આસન હતું. જો કે એ અધરું નહેાતું પરંતુ આરામપ્રદ ન લાગ્યું. જમણા પગને બેવડા કરી, એની એડીને શરીરના મુત્યુ ભાગની નીચે લગાડી, ધેા ભાર એના પર નાખી દઈ, ડાબા પગને જમણા પગના સાથળની ખેવડમાં દબાવી દીધું.
આ આસનથી શા લાભ થાય છે?' મેં ફરા પૂછ્યું.
• યાગી એમાં બેસીને અમુક પ્રકારનો પ્રાણાયામ કરે તે વધારે યુવાન બની શકે છે.’
• એ પ્રાણાયામ કયેા ? ’
'
એનું રહસ્ય તમારી આગળ નહિ ખાલી શકું.'
આ બધાં આસનોનો હેતુ શશ ?'
"
• કેટલાંક ચોક્કસ આસનામાં ચાક્કસ સમય સુધી ભેસવાની કે ઊભા રહેવાની અગત્ય તમારી દૃષ્ટિએ એછી લાગશે. છતાં જો સફળ થવું હેાય તેા, પેાતાની પસંદગીના આસનના અભ્યાસ વખતે ચિત્તવૃત્તિની એકાગ્રતા તેમ જ ઇચ્છાશક્તિ એટલી બધી પ્રબળ બને છે કે યાગીની અંદર રહેતી સુષુપ્ત શક્તિઓ જાગી ઊઠે છે. એ શક્તિએ કુદરતના ગુપ્ત ભડાર જેવી છે, એ શિતઓનુ
Page #96
--------------------------------------------------------------------------
________________
અડિયાર નદીના ગીને મેળાપ
પ્રાકટય પ્રાણાયામની ક્રિયાને અભ્યાસ કર્યા વિના ભાગ્યે જ થઈ શકે છે, કારણકે પ્રાણની શકિત ઘણુ ગહન છે. એ શકિતઓને જાગ્રત કરવાનું ધ્યેય જ અમારું સાચું ધ્યેય છે. છતાં વીસેક જેટલી ક્રિયાઓનો ઉપયોગ તો કેટલાંક દર્દો દૂર કરવા માટે અથવા સ્વા
થ્યલાભ માટે જ કરવામાં આવે છે, અને બીજી ક્રિયાઓની મદદથી શરીરની અંદરની ગંદકી દૂર કરવામાં આવે છે એ લાભ શું મોટો નથી ? બીજા કેટલાંક આસને મન તથા આત્મા પર કાબૂ મેળવવામાં મદદરૂપ થાય છે, કારણકે એ હકીકત નિર્વિવાદ છે કે વિચારની અસર શરીર પર પડે છે તેવી જ રીતે શરીરની અસર વિચાર કે મન પર થાય છે. એમની આગળની ભૂમિકા દરમિયાન કલાક સુધી ધ્યાનમાં ડૂબી જવાને અવસર આવે છે ત્યારે, શરીર જે યોગ્ય આસનમાં હોય છે તે મનને પિતાના પ્રયત્નોમાં શાંતિપૂર્વક લાગી રહેવામાં મદદરૂપ તે થાય છે જ પરંતુ સાથે સાથે વાસ્તવિક રીતે વિચારતાં, એની ધ્યેયસિદ્ધિને સરળ બનાવે છે. એ ઉપરાંત એ બધી કઠિન ક્રિયાઓમાં લાગી રહેનારા સાધકને મળનારી અસાધારણ ઈચ્છાશકિતને વિચાર કરે તો અમારી સાધનામાં સમાયેલી શકિતઓને તમને ખ્યાલ આવશે.
પરંતુ શરીરને આટલું બધું વાળવાનું ને ઊલટસૂલટી કરવાનું કારણ?” મેં વિરોધ કર્યો.
“ કારણ એ જ કે શરીરમાં કેટલાંય જ્ઞાનતંતુનાં કેન્દ્રો ફેલાયેલાં છે, અને દરેક આસન જુદા જુદા કેન્દ્રને અસર પહોંચાડે છે. એ જ્ઞાનતંતુઓ દ્વારા જુદાં જુદાં અંગાને અથવા મગજના વિચારોને અસર કરી શકાય છે. શરીરને જુદી જુદી રીતે વાળવાથી જેમનો સંપર્ક બીજી રીતે ન સાધી શકાયા હોય તે કેન્દ્રો પાસે સહેલાઈથી પહોંચી શકાય છે.”
“બરાબર.” એ યૌગિક શરીરશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંત મારા મનમાં જરા વધારે સ્પષ્ટતાથી તરવરવા લાગ્યા. યુરોપ અને અમેરિકાની
Page #97
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
પદ્ધતિઓને મૂળભૂત સિદ્ધાંતની સાથેના એમના સાયને શોધી કાઢવાનું કામ ઘણું રસમય હતું. બ્રહ્મને મેં અમારી એ પદ્ધતિઓના અસ્તિત્વથી વાકેફ કર્યા.
તમારી પશ્ચિમી પદ્ધતિઓનો પરિચય મને નધી થયો, પરંતુ મદ્રાસની પાસેની મોટી છાવણીમાં મેં ગોરા સેનિકોને કરારત કરતાં જોયા છે. એમનું નિરીક્ષણ કરવાથી એમના શિક્ષકે શું કરવા માગતા હતા તે હું સમજી શક છું. એમને પહેલો ઉદ્દેશ માંસપેશીઓને મજબૂત બનાવવાનો દેખાયે કારણકે તમે પશ્ચિમવાસીઓ શરીરને સુદઢ ને ક્રિયાશીલ રાખવામાં ગૌરવ ગણે છે. એકની એક ક્રિયાનું પુનરાવર્તન કરીને શરીરના અવયનો ઉપયોગ તમે ખૂબ જ બળપૂર્વક કર્યા કરે છે. માંસપેશીઓને મજબૂત કરવા તથા વિશેષ શક્તિ મેળવવા તમે ખૂબ જ જોરથી વ્યાયામ કર્યા કરે છે. ઉત્તરના ઠંડા દેશોમાં એમ કરવું ખરેખર સારું છે.”
બંને પદ્ધતિઓમાં ખાસ તફાવત શો લાગે છે ?”
અમારી યોગક્રિયાઓ અમુક ચોક્કસ અવસ્થાઓમાં શાંતિથી બેસતાં શિખવાડે છે. એ અવસ્થામાં બેઠા પછી કઈ વિશેષ હલનચલન કરવું પડતું નથી. ક્રિયાશીલતા વધારવા માટે વિશેષ શક્તિ મેળવવા કરતાં સહન કરવાની શંક્ત વધારવામાં અમે અધિક રસ લઈએ છીએ. માંસપેશીઓનો વિકાસ ઉપયોગી હોય તોપણ એમની પાછળની શક્તિ વધારે કીમતી છે. હું તમને કહું કે ખમા કે ગરદન પર બધો ભાર મૂકીને ઊભા રહેવાથી મગજમાં લોહી ફરી વળે છે. જ્ઞાનતંતુઓને શાંતિ મળે છે, ને કેટલીક નબળાઈનો નાશ થાય છે, તો પણ તમે પશ્ચિમવાસી હોવાથી એ આસને એકાદ ક્ષણ કરશે અને પછી એને અવારનવાર રપૂર્વક કરવા માંડશે. એથી તમારા સ્નાયુઓ સુદઢ બની શકે ખરા; પરંતુ પોતાની રીતે એ ક્રિયાનો અભ્યાસ કરીને યોગી જે લાભ મેળવી શકે તેનાથી તમે વંચિત જ રહેશે.”
એ ક્રિયા કેવી હોય છે ?”
Page #98
--------------------------------------------------------------------------
________________
અડિયાર નદીના ચીના મેળાપ
૧૧૫
· ચેાગીએ ધીમેથી સમજપૂર્વક કરે છે, અને પેાતાની શક્તિ પ્રમાણે થાડી મિનિટ સુધી એ દશામાં સ્થિર રહે છે. એ આસનને અમે ‘સર્વાંગાસન ’ કહીએ છીએ. એ તમને કરી બતાવું.'
બ્રહ્મ હાથને ભેગા કરેલા પગની બંને બાજુ રાખીને ચત્તા સૂઈ ગયા. ઘૂ ટણ બરાબર સીધાં રાખીને એમણે પગને ઉપર ઉઠાવ્યા. કાણી જમીન પર ટેકવી રાખીને એમણે હાથથી પીઠ પકડી રાખી, એ પછી શરીરને એકદમ ઉપર ઊંચકીને કમર તથા મસ્તકના ભાગ સીધા કર્યા. છાતી આગળ આણીને હડપચીએ અડાડી. મસ્તકને મરૂપ બનતા હાથ અગાળાકાર થઈ ગયા, શરીરનો બધા ખેાજો ખભા પર, માથા પર, અને ગરદનના પાછલા ભાગ પર આવી પડયો. એ ઊલટી અવસ્થામાં પાંચેક મિનિટ રહ્યા પછી યાગી બેઠા થયા અને એ ક્રિયાના ફાયદા કહેવા લાગ્યા.
*
આ આસનથી થાડીક મિનિટા માટે મગજ તરફ લેહી વહેતું ધાય છે. સામાન્ય રીતે હૃદયની રક્તાભિસરણની ક્રિયાથી લાહીને ઉપર ચડાવવું પડે છે. આ આસનની વિશેષતા એ છે કે એથી મગજ તથા જ્ઞાનતંતુઓને પણ મળે છે. મગજથી કામ લેનારા લેકે, વિચારકા ને વિદ્યાર્થીઓનાં મગજ થાકી જાય છે ત્યારે આ સર્વાંગાસનનો શાંત અભ્યાસ ઝડપી રાહત આપનારા સાબિત થાય છે. એનો ફાયદા એટલેા જ છે એવુ' નથી સમજવાનું. એની મદદથી શરીરના ગુહ્ય ભાગે પણ મજબૂત બને છે. એ ફાયદા તમારી ઝડપી પશ્ચિમી પદ્ધતિ પ્રમાણે નહિ પરંતુ અમારી રીત પ્રમાણે આસનનો અભ્યાસ કરવામાં આવે તા જ થઈ શકે છે.'
6
મારી ભૂલ ન થતી હાય તેા, તમારા કહેવાનુ તાત્પર્ય એ છે કે યોગનાં આસનો શરીરને અમુક જાતની ચાક્કસ સ્થિરતા કે શાંત દશામાં ગેાઠવી દે છે, જ્યારે અમારી પશ્ચિમની કસરતા તેનો ભયંકર રીતે ભંગ કરે છે?’
‘ બરાબર.’બ્રહ્મે હા પાડી.
Page #99
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
પશ્ચિમના લોકોને માફક આવે તેવી છતાં ધીરજપૂર્વકનો અભ્યાસ માગી લેનારી બ્રહ્મ કરી બતાવેલી એક બીજી ક્રિયાનો ઉલ્લેખ પણ અહીં કરું. એ આસન કરતી વખતે યોગી પગને લંબાવીને બેસે છે, બંને હાથ ઊંચા કરે છે, અને આંગળીએાના અગ્રભાગને વાળી દે છે. પછી શ્વાસ બહાર કાઢતાં કમર સુધીનું શરીર ઉપર ઉઠાવી આંગળીની મદદથી પગના અંગૂઠા પકડી રાખે છે. જમણા પગનો અંગૂઠે જમણા હાથની આંગળીથી પકડે છે ને ડાબા પગને અંગૂઠે ડાબા હાથની આંગળીથી. એ પછી ધીરેથી મસ્તક નીચે નમાવીને સાથળ કે ઘૂંટણ પર લગાડી રાખે છે. થોડા વખત સુધી એવી અનોખી અવસ્થામાં રહીને ધીમેધીમે એ પૂર્વ દશામાં પાછા ફર્યા.
આ આખુંય આસન એક સાથે ન કરતા. એમણે મને ચેતવણી આપી : “મસ્તકને ઘૂંટણ પાસે બહુ જ ધીરે ધીરે લાવવાનો પ્રયાસ કરે. આ આસન સિદ્ધ કરતાં થોડાં અઠવાડિયાં લાગે તોપણ એક વાર એને સિદ્ધ કરી લેશે એટલે વરસો સુધી કશી મુશ્કેલી નહિ લાગે.”
મને જણાયું કે આપણે આશા રાખીએ તે પ્રમાણે એ આસનથી કરોડરજજુ બળવાન બને છે, કરોડરજ્જુની નબળાઈથી પેદા થતી જ્ઞાનતંતુઓની તકલીફ મટી જાય છે, અને લેહીના ભ્રમણની દષ્ટિએ પણ ભારે ચમત્કારિક સાબિત થાય છે.
બીજા આસન દરમિયાન બ્રહ્મ જમીન પર બેસીને પિતાના પગને ઘૂંટણથી પાછળ વાળ્યા. એમના પગનાં તળિયાં ગુદાની નીચે આવી ગયાં. પછી માથું પાછળ નમાવીને ખભા જમીને લગાડા. બને હાથને માથાની નીચે રાખીને માથું ટેકવી રાખ્યું. દરેક હાથ બાજુના બીજા ખભાને વળગી રહ્યો. થોડી મિનિટ સુધી એ દશામાં રહીને, એમાંથી મુકત થઈને એમણે મને સમજાવ્યું કે જ્ઞાનતંતુનાં
જે કેન્દ્રો ગળામાં, ખભામાં, તથા પગમાં છે તેમને આ આસનથી - અનુકૂળ અસર પહોંચે છે, અને છાતીને પણ લાભ થાય છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
અડિયાર નદીના ગીનો મેળાપ
૧૧૭
સામાન્ય અંગ્રેજને મન સામાન્ય ભારતવાસી દુર્બળતાના નમૂના રૂપ, તીખા તાપ તથા અધૂરા ખોરાકની નબળી ઊપજરૂ૫ હોય છે. છતાં પુરાતન કાળથી ભારતમાં શરીરસુધારણાની આવી ધ્યાનપૂર્વક તૈયાર કરેલી દેશી પદ્ધતિ અસ્તિત્વ ધરાવે છે એ જાણીને આશ્ચર્ય થયા વિના નથી રહેતું. આપણી પશ્ચિમી પદ્ધતિઓની ઉપ
ગિતા સંબંધમાં આજે પણ શંકા કરી શકાય તેમ નથી. એમની કિમત વિશે સ્વપ્નમાં પણ બે મત નથી. છતાં એનો અર્થ એવો તે નથી જ કે એ પદ્ધતિઓ સંપૂણ છે અને શારીરિક વિકાસ, સ્વાધ્યરક્ષા તથા રોગનિવારણ વિશે એમનો અભિપ્રાય આખરી છે. ઊલટું, પિતાની વૈજ્ઞાનિક સંશોધનની વિશ્વસનીય પદ્ધતિઓની સાથેસાથે પશ્ચિમની પ્રજા જે ધૂળમાં ઢંકાયેલી પરંપરાગત યોગવિદ્યાની કેટલીક ક્રિયાઓ અપનાવે તે આપણા શરીરનું સંપૂર્ણ જ્ઞાન આપણને મળી શકે એટલું જ નહિ; પરન્તુ આરોગ્યમય જીવનનું પરિપૂર્ણ રાજ્ય પણ પ્રાપ્ત થઈ શકે.
છતાં પણ મને ખબર છે કે બારેક આસન કરતાં વધારે આસનો આપણે સહેલાઈથી નહિ કરી શકીએ અને તે માટે આપણને સમય પણ નહિ મળે. બીજે સિત્તેર જેટલાં આસનો અતિશય ઉત્સાહી અભ્યાસીઓ જ કરવા પ્રેરાય તેવાં છે અને તે પણ સહેલાઈથી વળે એવા કમળ અવયવો અને અંગવાળા અભ્યાસીઓ જ.
બ્રહ્મ પોતે જ કબૂલ કર્યું?
મને નિત્ય સખત અભ્યાસ કરતાં બાર વરસ લાગ્યાં છે. એવી રીતે મેં ચોસઠ આસન સિદ્ધ કર્યા છે. મને યુવાવસ્થામાં આસનોનો અભ્યાસ કરવાનું સદ્ભાગ્ય સાંપડયું છે એ સારું થયું છે, કારણ કે પુખ્ત વયનો માણસ એ આસનો કરવાની કેશિશ કરે તોપણ ભારે વ્યથા ભોગવે. ઉંમરલાયક માણસનાં હાડકાં, સ્નાયુઓ ને ચામડી કઠોર બની જતાં હોવાથી, એમને ઇ છેડવાથી દુઃખ થાય છે; તોપણ
- ભા. આ. ૨. ખો. ૮
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
સતત પ્રયત્નોથી આસને સિદ્ધ કરી શકાય છે એ ધ્યાનમાં રાખવા જેવું છે.' - બ્રહ્મની એ વાતમાં મને શંકા ન થઈ કે એકધારા અભ્યાસથી એ ક્રિયાઓ પર કઈ પણ કાબૂ મેળવી શકે છે. ફક્ત અવયવો, સાંધાઓ અને સ્નાયુઓ સાથે ધીરેધીરે અને વરસો સુધી કામ લેવું જોઈએ. એમણે વીસેક વરસની અંદર અંદર આસનોનો અભ્યાસ શરૂ કર્યો હતો. એટલા વહેલી શરૂઆતની કિંમત કાંઈ ઓછી ન આંકી શકાય. જેવી રીતે બચપણમાં તાલીમ પામેલા નટો જ સફળ ન થઈ શકે છે, તેવી રીતે શરીરસંયમની પદ્ધતિના યોગીઓએ પણ પચીસ વરસની ઉંમર પહેલાં જ એમને અભ્યાસ શરૂ કરી જોઈએ એ દેખીતું છે. મારી સમજમાં એ સાચે જ નથી આવતું કે મોટી ઉંમરના અંગ્રેજને માટે આરંભમાં એકાદ બે હાડકાં તેડયા સિવાય એ અટપટાં આસન કરવાનું કેવી રીતે શક્ય બની શકે. બ્રહ્મની સાથે મેં એ સંબંધી દલીલ કરી ત્યારે એ મારી સાથે આંશિક રીતે જ સંમત થયા અને પોતાની વાતને દૃઢતાથી વળગી રહીને કહેવા માંડ્યા કે બધા નહિ પરંતુ મોટા ભાગના માણસો લાંબા ગાળાના પ્રયત્નોથી સફળતા મેળવી શકે ખરા. તેપણ એમણે એટલું તો સ્વીકાર્યું જ કે અંગ્રેજોને માટે એ કામ ધાર્યા કરતાં વધારે કઠિન છે.
“અમને તો બાલપણથી પલાંઠી વાળીને બેસવાની ટેવ પડી છે. અંગ્રેજને માટે એવી રીતે પગ વાળીને કોઈ પણ જાતના કષ્ટ વગર બે કલાક લગી સ્થિર બેસવાનું શક્ય છે? ઘૂંટણને વાળીને એવી રીતે પલાંઠી મારીને બેસવું એ તો અમારાં કેટલાંક આસનના આરંભરૂપ છે. અમે એ આસનને સર્વોત્તમ માનીએ છીએ. તમને તે કરી બતાવું ?”
એટલું કહીને બ્રહ્મ એ આસન કરી બતાવ્યું. બુદ્ધની અનેક પ્રતિમાઓ અને છબીઓ પરથી પશ્ચિમની દુનિયા એનાથી પરિચિત
Page #102
--------------------------------------------------------------------------
________________
અડિયાર નદીના યોગીને મેળાપ
૧૧૯
છે. ટટ્ટાર બેસીને જમણા પગને એમણે ડાબા સાથળની ઉપર મૂક્યો – સાથળ અને પગની વચ્ચેના ભાગમાં. પછી ડાબા પગને વાળીને જમણા સાથળ પર મૂક્યો ત્યારે એની પાની પેટના નીચેના ભાગને અડી રહી. પગનાં તળિયાં ઉપર ઊઠેલાં હતાં એ દેખાવ કળાત્મક અને પદ્ધતિસરને હતો. મને થયું કે આવા આકર્ષક આસનને માટે પ્રયાસ કરવા જેવો છે ખરો.
મેં એમનું અનુકરણ કરવાનો પ્રયાસ કર્યો અને બદલામાં મારે ઘૂંટણના સખત દઈને પુરસ્કાર મેળવો પડ્યો. એક ક્ષણને માટે પણ મારાથી એ સ્થિતિમાં નહિ બેસી શકાય એવી મેં ફરિયાદ કરી. ભૂતકાળમાં કઈક દુકાનની બારી પાસે મુકાયેલી આકર્ષક કાંસાની મૂર્તિમાં બુદ્ધનું એ આસન મને કેટલું બધું સુંદર અને ઉત્તમ લાગતું ? પરંતુ હવે એને જાતઅનુભવ કરવાનો વખત આવ્યા ત્યારે નીચેના અવયવોને વાળવાની ક્રિયા કેટલી બધી કઠિન લાગી ? બ્રહ્મનું મિતપૂર્વકનું ઉત્તેજન મારામાં ઉત્સાહ પેદા ન કરી શક્યું. મેં એમને જણાવ્યું કે મારે મારા પ્રયત્ન મુલતવી રાખવા પડશે.
તમારા સાંધા સખત છે. એમણે જણાવ્યું : “એ આસને ફરી વાર અભ્યાસ કરતાં પહેલાં ઘૂંટણ તથા ઘંટીઓ પર થોડું તેલ ઘસો. તમે ખુરસી પર બેસવા ટેવાયેલા હોવાથી એ આસનથી તમારાં અંગોને તકલીફ થશે. દરરોજને શેડો અભ્યાસ ધીમેધીમે મુશ્કેલી દૂર કરશે.”
હું એ આસન કદી પણ કરી શકીશ કે કેમ તેની મને શંકા છે.
એ અશક્ય છે એવું ના કહેતા. તમને તે માટે લાંબે વખત લાગશે ખરો, પરંતુ છેવટે તમે તેને સિદ્ધ કરી લેશે. સફળતા અચાનક આવે છે અને એક દિવસ તમે તેને મેળવીને નવાઈ પામશો.” (મારે એ વાત કહેવી જોઈએ માટે કહું છું કે બુદ્ધના એ આકર્ષક
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
આસનથી મુગ્ધ થઈને આઠ મહિનાના કઠોર પરિશ્રમ પછી મેં એને સાધવામાં સફળતા મેળવી. એ પછી મારી તકલીફ દૂર થઈ. )
કઈ નવી યંત્રણાની જેમ એ દુઃખદાયક લાગે છે.'
(કહેવાતા ઉપરચોટિયા વ્યાયામપ્રિયોએ એ આસનનાં જોખમો વિશે સાવધાન રહેવાનું છે. એક ડોકટરે મારી સાથેની વાત દરમિયાન કહ્યું કે એથી ઘૂંટણ તૂટી જવાને કે સ્નાયુને ઇજા પહોંચવાનો ભય છે.)
“છતાં પણ દર્દ ઘટતું જશે; અને સફળતા માટે ધાર્યા કરતાં બહુ લાંબો સમય લાગશે. પછી તો એક અવસ્થા એવી આવશે જ્યારે આસનથી કોઈ જાતનું દર્દ જ નહિ થાય.”
હું એને માટે પ્રયાસ કરું તે બરાબર છે ?”
“જરૂર. પદ્માસન–અમે એને એ નામથી ઓળખીએ છીએ—એટલું બધું અગત્યનું છે કે બીજાં આસનો સાધકો ત્યાગ કરે તો પણ એને ત્યાગ કરવાનું યોગ્ય નથી મનાતું. આગળ વધેલા યોગીઓ એ આસનમાં જ ધ્યાન કરવા બેસતા હોય છે. એનું એક કારણ એ છે કે યોગી ગાઢ સમાધિમાં ડૂબી જાય તો પણ એનું શરીર એને લીધે સ્વસ્થ રહે છે. સમાધિની એ દશામાં સિદ્ધ યોગીઓ ઇચ્છા પ્રમાણે પ્રવેશી શકે છે, પરંતુ શરૂઆતના સાધકને એ દશાની પ્રાપ્તિ એકાએક જ થતી હોય છે, પરંતુ પદ્માસન પગને અકબંધ રાખે છે અને શરીર ટટ્ટાર તથા શાંત કરે છે. અસ્વસ્થ અને ઉત્તેજિત શરીર મનને પણ અસ્વસ્થ કરે છે, પરંતુ પદ્માસનમાં તે આત્મસંયમ અને આરામને અનુભવ થાય છે. જેને આપણે ઘ| કીમતી સમજીએ છીએ એ માનસિક એકાગ્રતા એ આસનમાં સહેલાઈથી પ્રાપ્ત થાય છે. વળી એ આસનમાં બેસીને જ અમે પ્રાણાયામની ક્રિયા કરીએ છીએ. એને લીધે શરીરની અંદરની સુષુપ્ત આત્મશકિત જાગી ઊઠે છે. અજ્ઞાત શક્તિ જાગે છે ત્યારે લોહીને શરીરમાં નવેસરથી સંચાર થાય છે
Page #104
--------------------------------------------------------------------------
________________
અડિયાર નદીના યોગીને મેળાપ - ૧૨૧ અને જ્ઞાનતંતુઓની ક્રિયા કેટલાંક મહત્ત્વનાં કેન્દ્રોમાં તીવ્ર રીતે થવા માંડે છે.”
આટલા સ્પષ્ટીકરણથી મને સંતોષ થયો, આસનને અમારી વચ્ચેને વાર્તાલાપ મેં બંધ કર્યો. બ્રહ્મ અત્યાર સુધીમાં શરીરને જુદી જુદી રીતે વાળીને, મારી માહિતી માટે શરીર પરના પોતાના પ્રભુત્વને થોડોક પરિચય આપવાના આશયથી, અલગ અલગ પ્રકારનાં કેટલાંય ભયંકર અઘરાં આસન કરી બતાવેલાં. એ બધી અટપટી ક્રિયાઓ કરવાની અને એમના પર પ્રભુત્વ મેળવવાની ધીરજ કયા પશ્ચિમવાસીમાં છે ? અને એવાં આસન કરવાને સમય પણ કેની પાસે છે ?
Page #105
--------------------------------------------------------------------------
________________
મૃત્યુને જીતનાર વેગ
-
-
બ્રહ્મ એવી ઈચ્છા પ્રદર્શિત કરી કે હું એમના ઘરની મુલાકાત લઉં તો સારું. એમણે કહ્યું કે એ ખરેખર ઘરમાં નથી રહેતા, પરંતુ પોતાની સ્વતંત્રતા સાચવી રાખવા અને આઝાદ જીવનને આનંદ લેવા બગીચાના પાછળના ભાગમાં એક નાનું સરખું ઝૂંપડું બાંધીને નિવાસ કરે છે. - એ પ્રમાણે, અને થોડીક આતુરતાથી પ્રેરાઈને એક દિવસ બપોર પછી હું એમને ઘેર જઈ પહોંચે. ઘર એકાંત અને વેરાન જગ્યામાં ધૂળવાળી શેરીમાં હતું. જૂનાપુરાણા સફેદી લગાવેલા એ મકાનની બહાર ઘડીભર ઊભા રહીને, આપણું મધ્યકાલીન યુરેપિયન ઘરની યાદ અપાવનારી બહાર બારીવાળા, લાકડાના ઉપલા માળ અથવા મેડાનું મેં નિરીક્ષણ કરવા માંડયું. મારી આગળનું જૂનું મજબૂત બારણું મેં ઉઘાડયું. એને લીધે એરડાઓ તથા રસ્તા પર બધે જ અવાજ ફરી વળ્યું.
મારી આગળ એ જ વખતે વાત્સલ્યભર્યા સ્મિતથી સુશોભિત વદનવાળી એક વૃદ્ધા આવી અને મને વારંવાર વંદન કરવા લાગી. લાંબા અંધારિયા માર્ગથી એ મને આગળ લઈ ગઈ અને આખરે અમે રસોડામાં થઈને પાછળના બગીચામાં આવી પહોંચ્યાં. '
સૌથી પહેલાં મારી નજર એક વિશાળ પીપળાના વૃક્ષ પર અને એની ડાળીઓની સલામત છાયા નીચેના જૂના વખતના કૂવા
Page #106
--------------------------------------------------------------------------
________________
મૃત્યુને જીતનાર રોગ
૧૨૩
પર પડી. એ સ્ત્રી મને કૂવાની પેલી તરફની ઝૂંપડી આગળ લઈ ગઈ. એની વધારે પાસે પહોંચવાથી ઝાડની થોડીક છાયા પણ મળી શકી. એ ઝૂંપડી વાંસના થાંભલા, પાતળી લાકડાની પાટડીઓ અને ઘાસના છાપરાની બનાવેલી હતી.
બ્રહ્મના જેવા જ કાળા મેવાળી એ વૃદ્ધ સ્ત્રી દેખીતી રીતે જ ઉશ્કેરાટમાં આવી જઈને ઝૂપડીને ઉદ્દેશીને કેટલાંક ધ્રુજારી ભરેલાં તામિલ વાક્યો બોલી. અંદરથી સુમધુર સ્વરમાં ઉત્તર આવ્યો, ધીમેથી બારણું ઊઘડયું, અને યોગીએ બહાર આવી મને પ્રેમપૂર્વક એમની સાદી ઝૂંપડીમાં દાખલ કર્યો. એમણે બારણું ખુલ્લું જ રાખ્યું. થોડા વખત સુધી પેલી વિધવા સ્ત્રી પ્રવેશદ્વાર પાસે જ ઊભી રહી. એની આંખ મારી તરફ સ્થિર થઈ હતી, અને એની મુખાકૃતિ પર અવર્ણનીય સુખ છવાયેલું હતું.
હું એક ખુલ્લા ખંડમાં આવી પહોંચે. સામેની દીવાલ પાસે એક ગાદી વિનાની બેઠક હતી, અને ખૂણામાં કાગળથી ભરેલ બાંકડ પડેલ. છાપરાની વળી સાથે બાંધેલા દોરડાને આધારે પિત્તળને એક ઘડે લટકતો દેખાતો હતો. જમીન પર જાજ મને માટે ટુકડે બિછાવેલો હતે.
જમીન તરફ હાથ ફેલાવીને બ્રહ્મ કહ્યું : “બેસે. હું દિલગીર છું કે તમારે માટે ખુરશી નથી આપી શકતો.”
બ્રહ્મ, હું અને મારા પરિચયમાં આવેલા ને મારા દુભાષિયા તરીકે કામ કરતા એક યુવાન શિક્ષક, બધા જ જાજમ ફરતા બેસી ગયા. થોડા વખત પછી પેલી વૃદ્ધ વિધવા સ્ત્રી પાછી ગઈ, અને ચાના પાત્ર સાથે ફરી આવી. ટેબલને બદલે એ ચા અમને જાજમ પર જ આપવામાં આવી. સ્ત્રીએ એક વાર ફરીથી ઘરમાં જઈને પિત્તળની રકાબીઓમાં બિસ્કિટ, નારંગી તથા કેળાં આણ્યાં.
એ સરસ નાસ્તાની શરૂઆત કરીએ તે પહેલાં જ બ્રહ્મ પીળા ' ગલગેટાનો માળા કાઢીને મને પહેરાવી દીધી. મને ખબર હતી કે
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
માળા પહેરવાની ભારતીય પ્રણાલિ વિશેષ પુરુષ માટે જ સુરક્ષિત રાખવામાં આવે છે, અને એમની અનેરી સૂચિમાં મારી જાતને મેં કદી પણ શામિલ કરી ન હોવાથી મને એથી આશ્ચર્ય થયું તેમ જ મેં એનો ભારે વિરોધ કર્યો.
“પરંતુ મહાશય..” એમણે સ્મિતપૂર્વક વકીલાત કરતાં કહેવા માંડયું : “ મારા ઘરની મુલાકાત લેનાર તથા મારા મિત્ર બનનાર તમે સૌથી પહેલા અંગ્રેજ છે. તમને આવી રીતે સન્માનીને મારે તથા આ સન્નારીને આનંદ મારે વ્યક્ત કરવો જ જોઈએ.”
મારે વધારે વિરોધ નકામો ગયો. મારા જાકીટની ઉપર નખાયેલા ગલગોટાના હાર સાથે જમીન પર બેસી રહેવાની મને ફરજ પડી. મને એ વાતનો ખરેખર આનંદ થયો કે યુરોપ મારાથી એટલું બધું દૂર છે કે મારા મિત્રોમાંથી કોઈ આ વિચિત્ર દશ્ય જોઈને મારી તરફ હસી શકે તેમ નથી.
અમે ચા પીધી, ફળ ખાધાં, અને આનંદપૂર્વક વાતો કરી. બ્રહે મને જણાવ્યું કે ઝૂંપડી તથા એની અંદરનું સામાન્ય ફરનિચર એમણે પોતે જ તૈયાર કર્યું છે. ખૂણામાં પડેલા બાંકડા પરના કાગળોએ મારી જિજ્ઞાસા જાગ્રત કરી તેથી એ સંબંધમાં સ્પષ્ટીકરણ કરવા મેં વિનંતિ કરી. એ કાગળોનો રંગ ગુલાબી હતો અને એમના પર લીલી શાહીમાં લખાણ હતું. બ્રહ્મ એમાંથી થોડા કાગળ ઉપાડ્યા. મને લાગ્યું કે એ તામિલ ભાષામાં લખેલા છે. મારી સાથેના શિક્ષકે એમનું નિરીક્ષણ કર્યું, પરંતુ એમને વાંચવાનું અઘરું લાગ્યું અને સમજવાનું તો એથી પણ વધારે અઘરું. એમણે માહિતી આપી કે એ જૂના જમાનાની તામિલ ભાષામાં લખેલા છે. પહેલાંના વખતમાં લખવા માટે તામિલના એ રૂપનો ઉપયોગ થતો, પરંતુ હવે એને બહુ ઓછા લેકે જ સમજી શકે છે. વધારામાં એમણે એમ પણ કહ્યું કે તામિલ સાહિત્ય ને તત્વજ્ઞાનના મોટા મોટા ગ્રંથ કમનસીબે એ જ ભાષામાં લખાયેલા છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
મૃત્યુને જીતનારો રોગ
૧૨૫
એને ઊંચી તામિલ ભાષા કહેવામાં આવે છે. મધ્યકાલીન અંગ્રેજી આજના સામાન્ય અંગ્રેજી જાણનાર માટે મુશ્કેલી ઊભી કરે છે તેથી પણ વધારે મુશ્કેલી આજના વપરાશની તામિલ ભાષામાં જાણનારની આગળ એને લીધે ઊભી થાય છે.
“આ કાગળો મેં મોટે ભાગે રાતે લખ્યા છે. બ્રહ્મ કહેવા માંડયું : “કેટલાક કાગળામાં મારા વેગને અનુભવોને પરિણામે પેદા થયેલી કવિતાઓ લખી છે, અને કેટલાકમાં મારા હૃદયધર્મને વાચા આપતાં લાંબાં કાવ્યો છે. થોડાક યુવકે એમને મારા શિષ્યો માને છે. એ અવારનવાર અહીં આવીને આ લખાણોનું ઉચ્ચ સ્વરે ગાન કરે છે.”
બ્રહ્મ લાલ લીલી શાહીથી લખેલા અને લીલી રેશમી પટીથી બાંધેલા આછા ગુલાબી કાગળોને કળાત્મક લાગતો લેખ લીધો અને મને સમિત અર્પણ કર્યો. - “આની રચના મેં ખાસ કરીને તમારે માટે જ કરેલી છે.” એમણે જાહેર કર્યું.
પેલા યુવાન દુભાષિયાએ મને કહ્યું કે એ ચોર્યાસી લીટીની કવિતા છે. એને આરંભ અને અંત મારા નામના નિર્દેશથી થતો હતે; પરંતુ એથી વધારે એ ભાગ્યે જ કાંઈ કહી શક્યો. વચ્ચેવચ્ચેના કેટલાક શબ્દોના અર્થ કરી બતાવી એણે કહેવા માંડયું કે એ કવિતામાં દેખીતી રીતે જ કોઈ જાતને અંગત સંદેશ સમાયેલો હોવા છતાં એ એટલી બધી અઘરી તામિલ ભાષામાં લખાયેલી છે કે એને સમ્યક અનુવાદ કરવાની શક્તિ એનામાં નથી જ. ગમે તેમ પણ એ અણધારી ભેટ મેળવીને મને અતિશય આનંદ તે થયો જ. ખાસ તે એટલા માટે કે એ મેગીની શુભેચ્છાનું પ્રતીક હતું.
મારી મુલાકાતની પ્રારંભિક વિધિ પૂરી થઈ એટલે પેલી વૃદ્ધ સ્ત્રી વિદાય થઈ અને અમે ગંભીર વાતચીત શરૂ કરી. યુગમાં
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ભારે મહત્ત્વનો ભાગ ભજવનારી, ગુપ્ત રહસ્યથી ઢંકાયેલી, પ્રાણાયામની ક્રિયાને સમજવાની મેં નવેસરથી કોશિશ કરી. બ્ર ખેદપૂર્વક જાહેર કર્યું કે હમણાં કોઈ બીજી ક્રિયા તે નહિ બતાવી શકાય, પરંતુ એમના સિદ્ધાંતો વિશે થોડુંક વધારે સ્પષ્ટીકરણ કરવા પોતે ખુશી છે ખરા.
એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધી દિવસરાત મળીને દરેક માણસ ૨૧,૬૦૦ શ્વાસ લેતો હોય છે. કુદરતે એ ક્રમ નક્કી કર્યો છે. એટલે એટલા શ્વાસ એણે લેવા જ જોઈએ. ઝડપી, ઉતાવળા અથવા વેગવાળા શ્વાસ લેવાથી એ માપ વધી જાય છે તથા આયુષ્ય ટૂંકું થાય છે. ધીમા, ઊંડા ને શાંત વાસથી એની કરકસર થાય છે ને જીવન લંબાય છે. સાચવી રાખેલા પ્રત્યેક શ્વાસમાંથી એક મોટી અનામત શક્તિ પેદા થાય છે, અને એ શક્તિસંગ્રહમાંથી મદદ મેળવીને માણસ વધારે વરસો સુધી જીવી શકે છે. યોગીએ બીજા માણા જેટલા વધારે શ્વાસ નથી લેતા. એમને એવા શ્વાસની એટલી જરૂર પણ નથી હોતી. પરંતુ, અફસ ! મારી પ્રતિજ્ઞાની ઉપરવટ ગયા વગર હું તમને વધારે કેવી રીતે સમજાવી શકું ?”
યોગીની એ ગુપ્તતાથી હું અકળાઈ ઊઠશે. આટલા બધા પ્રયત્નપૂર્વક ગુપ્ત રાખવામાં આવતી વિદ્યામાં ખરેખર કશે કસ ન હોય એ શકય છે ખરું ? અને હકીકત જે એવી જ હોય છે, યોગીઓ પોતાના માર્ગને તેમ જ જ્ઞાનભંડારને કૃત્રિમ કુતૂહલખોર, માનસિક રીતે અપરિપકવ વ્યક્તિઓ અને આધ્યામિક યોગ્યતાના અભાવવાળા પુરુષથી શા માટે ગુપ્ત રાખે છે તે સહેલાઈથી સમજી શકાય છે. એવા પુરુષોની સૂચિમાં હું પણ આવી જઈશ અને મારાં કષ્ટો ઉપરાંત નજીવો લાભ મેળવીને આ દેશમાંથી પાછા ફરીશ ?
પરંતુ...બ્રહ્મ ફરી કહેવા માંડયું ?
અમારા સંત પાસે પ્રાણની શક્તિઓની કૂંચીઓ નથી ? એ સારી પેઠે સમજે છે કે શ્વાસ તથા લેહીની વચ્ચે કેટલે નજીકને
Page #110
--------------------------------------------------------------------------
________________
મૃત્યુને જીતનાર રોગ
૧૨૭
સંબંધ છે. એમને ખબર છે કે મન પણ શ્વાસનું અનુકરણ કેવી રીતે કરે છે અને વિચાર તથા શ્વાસની શક્તિને કામે લગાડિીને આત્મભાવની જાગૃતિ કેવી રીતે કરી શકાય છે તેનું રહસ્ય પણ તેમણે પ્રાપ્ત કર્યું છે. શ્વાસ તો શરીરને ટકાવી રાખનારી વધારે સૂક્ષ્મ શક્તિની અભિવ્યક્તિ માત્ર છે એવું નથી લાગતું ? એ શક્તિ અદષ્ટ હોવા છતાં શરીરના અગત્યના અવયવોમાં છુપાયેલી પડી છે. એ જયારે શરીરમાંથી બહાર નીકળે છે ત્યારે શ્વાસોચ્છવાસ બંધ થાય છે અને મૃત્યુ નીપજે છે; પરંતુ શ્વાસ પર કાબૂ મેળવવાથી એ અદષ્ટ શકિતપ્રવાહ પર વત્તાઓછો કાબૂ પ્રાપ્ત કરવાનું સહજ બને છે. છતાં, શરીર પર પૂરેપૂરો કાબૂ મેળવવામાં આવે, અને એટલી હદ સુધી કાબૂ પ્રાપ્ત કરવામાં આવે કે છાતીના ધબકારાનું પણ નિયમન થઈ શકે તોપણ, આ યોગપદ્ધતિને સંદેશ પૂરી પાડતી વખતે અમારા પ્રાચીન ઋષિમુનિઓનું ધ્યાન કેવળ શરીર અને એની શકિતઓ તરફ જ હતું એવું માને છે ?” - પ્રાચીન ઋષિમુનિઓ અને એમના હેતુ વિશેની મારી બધી જ માન્યતા મારા મનમાં એકાએક પેદા થયેલી તીવ્ર આતુરતાના આવેગમાં અદશ્ય થઈ ગઈ.
તમારા હદયની ગતિ પર તમે કાબૂ મેળવી શકે છે ખરા?” મેં આશ્ચર્યોદ્ગાર કાઢો.
મારા પિતાની મેળે કામ કરતા અવયવો હદય, પેટ તથા મૂત્રપિંડ પર મેં કટલેક અંશે કાબૂ મેળવી લીધું છે.” એમણે બણગાં ફૂંકવાની સહેજ પણ વૃત્તિ વગર, શાંતિથી ઉત્તર આપ્યો.
તે તમે કેવી રીતે કરી શકે છે ?'
“કેટલાંક આસન, પ્રાણાયામ ને ઈચછાશક્તિને વધારનારી પ્રક્રિયાઓની સંયુક્ત સાધનાથી એવી શક્તિ મળી શકે છે. એ સાધના યોગની આગળની ભૂમિકાની સાધના છે. એ એટલી બધી કઠિન છે કે બહુ જ ઓછા લેકથી થઈ શકે. એ અભ્યાસક્રમની
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
મદદથી મેં હૃદયમાં કામ કરતી માંસપેશીઓ પર થડક કાબૂ મેળવ્યો છે અને એ માંસપેશીઓની મદદથી આગળ વધીને બીજા અવયવોને વશ કરવામાં મેં સફળતા મેળવી છે.”
એ ખરેખર અસાધારણ કહેવાય.”
તમને એવું લાગે છે? તો હદયથી થોડેક ઉપર, મારી છાતી પર, તમારે હાથ મૂકે અને એને ત્યાં જ રાખી મૂકે.” એમ કહીને બ્રહ્મ પોતાની બેઠક બદલી અને અવનવું આસન કરીને આંખ મીંચી દીધી.
એમની આજ્ઞા માથે ચડાવીને મેં શું થાય છે તેની ધીરજપૂર્વક પ્રતીક્ષા કરવા માંડી. થોડી મિનિટો સુધી એ પથ્થર જેવા અચળ અથવા સ્થિર રહ્યા. એ પછી એમના હદયના ધબકારા ધીમે ધીમે ઘટવા માંડ્યા. એ મંદ પડતા ગયા તે જોઈને મને નવાઈ લાગી. એમના હદયની સંવાદી પ્રવૃત્તિ તદ્દન બંધ પડી ગઈ એને સ્પષ્ટ અનુભવ કરવાથી મારા સ્નાયુઓમાં ઝણઝણાટી શરૂ થઈ. કુતૂહલભરી સાત સેકંડ સુધી એવી દશા રહી.
મેં ભ્રમિત થયેલા હોવાને ઢાંગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું એ તે અસ્વસ્થ બની ગયેલો કે મારે પ્રયાસ નિરર્થક છે એની મને ખાતરી થઈ. દેખીતા મરણની દશામાંથી એમને અવયવ પુનર્જીવિત થયો એ જાણીને મને રાહત મળી. છાતીના ધબકારા વધવા માંડયા અને લાંબે વખતે કોઈ પણ પ્રકારની તકલીફ વગર પહેલાં જેવી સામાન્ય દશા શરૂ થઈ.
પોતાની આત્મલીન અચળ અવસ્થામાંથી યોગી થોડી મિનિટો પછી જાગ્રત થયા. ધીમેથી આંખ ખોલી એમણે પ્રશ્ન કર્યો?
તમે હદયને બંધ થતું અનુભવ્યું ?”
હા. ખૂબ જ સ્પષ્ટ રીતે અનુભવ્યું. મારી ખાતરી હતી કે એમના પ્રયોગમાં કશું ભ્રાંતિજનક નહતું. મને એ વાતની નવાઈ
Page #112
--------------------------------------------------------------------------
________________
મૃત્યુને જીતનારે રોગ
૧૨૯
લાગી કે પિતાની અંદરની યંત્રશક્તિની મદદથી બ્રહ્મ યોગની બીજી કઈ અભુત કરામત કરી બતાવશે ?
મારા અવ્યક્ત વિચારને ઉત્તર આપતા હોય તેમ બ્રલે કહેવા માંડયું :
મારા ગુરુદેવ જે કરી શકે છે તેની સાથે સરખાવતાં આની વિસાત કશી જ નથી. એમની એકાદ ધોરી નસને તોડી નાખીએ તોપણ તે પોતાના લેહીને પ્રવાહ ચાલુ રાખી શકે છે. એ પ્રવાહને એ બંધ પણ કરી શકે છે. મારા લોહીને કૈક અંશે કાબૂમાં લાવવાની શક્તિ મને પણ સાંપડી છે ખરી, પરંતુ એટલે બધે સંયમ મારાથી નથી થઈ શકતો.”
એ કાબૂ નું પ્રદર્શન કરી શકશે ?”
એમણે મને પોતાનું કાંડું પકડી રાખવાની અને ત્યાંની નરે માંથી વહેતા લેહ પ્રવાહને અનુભવ કરવાની વિનતિ કરી. મેં એમની વિનતિનો સ્વીકાર કર્યો.
બે કે ત્રણ મિનિટમાં તે મારા અંગૂઠાની નીચે પેદા થતો ધ્વનિ મંદ પડવા માંડ્યો. થોડી વારમાં એ ધ્વનિ તદ્દન બંધ પડી ગયો. બ્રહ્મ પિતાની નાડીના ધબકારાને શાંત કરી દીધા.
એમની નાડીનો લેહીપ્રવાહ ફરી ચાલુ થાય તે માટે મેં ભારે ઉત્સુકતાપૂર્વક રાહ જોવા માંડી. એક મિનિટ સુધી કાંઈ જ ન બન્યું. બીજી મિનિટ પણ, પ્રત્યેક સેકંડનું બરાબર ધ્યાન રાખ્યું તોપણ, ઘડિયાળ પરથી પસાર થઈ ગઈ. ત્રીજી મિનિટ પણ એવી જ રીતે નિષ્ફળ ગઈ. ચોથી મિનિટ અડધી પૂરી થવા આવી ત્યારે નસની અંદરની પ્રવૃત્તિ આછીપાતળી શરૂ થઈ એવું લાગવા માંડયું. મારી મૂંઝવણ દૂર થઈ. થોડા વખતમાં તો નાડીના ધબકારા પહેલાંની પેઠે શરૂ થયા.
કેટલું બધું આશ્ચર્યકારક ?” મેં આકસ્મિક ઉદ્દગાર કાઢયો.
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
એ તે કશું જ નથી. એમણે નમ્રતાપૂર્વક ઉત્તર આપ્યો.
આજનો દિવસ અવનવા પ્રયોગોનો દિવસ લાગે છે. તમે બીજે પ્રયોગ નહિ કરી બતાવે ?”
બ્રહ્મ જરા ખચકાયા.
ફક્ત એક પ્રયોગ વધારે કરી બતાવું છું.' એમણે આખરે કહ્યું : “એથી સંતોષ માનજે.”
વિચારમાં લીન બનીને જમીન પર જોઈ રહ્યા પછી એમણે જાહેર કર્યું?
હવે હું શ્વાસને બંધ કરી દઈશ.”
પરંતુ એ દશામાં તમારું મૃત્યુ થશે.' મેં અસ્વસ્થ બનીને લી નાખ્યું. મારા ઉદ્ગારની ઉપેક્ષા કરતાં એ હસવા લાગ્યા.
તમારે હાથ મારા નાકની નીચે રાખી મૂકે.”
મેં તરત જ એમના આદેશનું પાલન કર્યું. એમણે બહાર કાઢેલી ગરમ હવા મારા હાથની ચામડીને અવારનવાર અડવા લાગી. બ્રહ્મ આંખ બંધ કરી. એમનું શરીર સ્થિર મૂર્તિ જેવું બની ગયું. એમણે જાણે કે સમાધિદશામાં પ્રવેશ કર્યો. મારા હાથને પાછલે ભાગ એમના નાક નીચે અડાડી રાખીને હું બેસી રહ્યો. કબરની કાઈક મૂર્તિની જેમ એ શાંત અને લાગણીહીન બની ગયા. ખૂબ
જ ધીમેથી છતાં ખૂબ જ સ્પષ્ટતા પૂર્વક એમના શ્વાસની ગતિ મંદ 'પડવા લાગી. આખરે એ એકદમ બંધ પડી ગઈ.
મેં એમના નામ અને હોઠનું નિરીક્ષણ કર્યું. એમના ખભા તથા છાતીની તપાસ કરી. પરંતુ કયાંય પણ શ્વાસેરછવાસની બહારની નિશાની ન દેખાઈ મને ખબર હતી કે એ પરીક્ષા પૂરતી નથી. વધારે ઊંડી પરીક્ષા કરવાની મારી ઇચ્છા હતી. પરંતુ એ પરીક્ષા કેવી રીતે કરવી ? મારું મગજ ઝડપથી કામ કરવા માંડયું.
Page #114
--------------------------------------------------------------------------
________________
મૃત્યુને જીતનારો રોગ
ઓરડામાં કર્યાય અરીસે નહોતો; પરંતુ ત્યાં પડેલી પિત્ત નાની ઊજળી રકાબી એનું કામ કરી શકે એમ હતી. એ રકા મેં એમના નાક તથા હોઠ આગળ થોડો વખત પકડી રાખી. એ ચળકાટને કોઈ પણ પ્રકારના ભેજની કે કશાની અસર ન થઈ,
એક શાંત પરંપરાગત શહેરની પાસેના આ શાંત જૂનાપુરાણ ઘરમાં, પશ્ચિમના વિજ્ઞાનને એની ઇચ્છાની વિરુદ્ધ એક દિવસ જે સ્વીકાર કરવા માટે બાધ્ય બનવું પડશે એવી કશીક મહત્વની વસ સાથે મારો સંબંધ બંધાયો છે એમ માનવાનું મને અશક્ય લાગ્યું પરંતુ મારી પાસે પાકે પુરાવો પડયો હતો. યોગ કિંમત વિના કપોલકલ્પિત વાતો કરતાં ખરેખર કાંઈક વધારે છે. એ
બ્રહ્મ આખરે સમાધિ જેવી દશામાંથી બહાર આવ્યા ત્યાં ડાક શ્રમિત લાગ્યા.
“તમને સંતોષ થયો ?” પરિશ્રમભરેલા સ્મિત સાથે એ પ્રશ્ન કર્યો.
મને સંતોષ કરતાં વધારે મળ્યું છે. પરંતુ તમે આવું કે રીતે કરી શકે છે તે મને નથી સમજાતું.
“એનું સ્પષ્ટીકરણ કરવાની મને મના કરવામાં આવી કેગના અભ્યાસમાં આગળ વધતાં પ્રાણનો સંયમ કરવાનું શીખવ આવે છે. ગોરા લેકીને એ માટે મહેનત કરવાનું મૂર્ખતાભર્યું સંભવ છે, પણ અમારે મન એની અગત્ય ઘણી મોટી છે
“પરંતુ અમને તે હંમેશાં શીખવવામાં આવે છે કે છે વિના કેઈ જીવી શકે જ નહિ. એ વિરા -
Page #115
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
હું મૂંઝાઈ રહ્યો છું. તમને બધું સમાવવાની રજા ન તાપણુ, તમારા પ્રયાગેાની પાછળના સિદ્ધાંત પર થાડાક કાશ પાડી શકશે!? ’
‘જુએ ત્યારે. કેટલાંક પશુએનું નિરીક્ષણ કરવાથી આપણને । મળે છે. શિક્ષણ કે બોધપાઠ આપવા માટેની મારા ગુરુદેવની પ્રિય પદ્ધતિ છે. વાંદરા કરતાં હાથી ખૂબ ધીમેથી શ્વાસ લે છે, પણ તે વધારે જીવે છે. કેટલાક મોટા સાપ કૂતરા કરતાં છેક જ મેથી શ્વ સ લે છે તેાપણુ ઘણુ વધારે જીવે છે. એવી રીતે પશુ
વે છે કે ધીમા શ્વાસથી આયુષ્યમાં વધારા થઈ શકે છે. જો ટલી વાત સમજાઈ ગઈ હોય તેા આગળની વાત સમજતાં વાર હું લાગે હિમાલયમાં શિયાળા દરમિયાન ઊંધનારાં ચામાચીડિયાં ૫ છે. તે પતાની ગુફાઓમાં અઠવાડિયાં સુધી લટકે છે તાપણુ ધી ન જાગે ત્યાં સુધી એકે શ્વાસ નથી લેતાં. હિમાલયનાં રીંછ મૈં કેટલીક વાર શિયાળાની ઋતુમાં ગાઢ નિદ્રામાં ડૂબી જાય છે મનાં શરીર ઉપરથી જોતાં અચેતન બની જાય છે. હિમાલયની ડી ગુઢ્ઢામાં, એક જાતની શાહૂડી શિયાળામાં ખારાક નથી હતા ત્યારે, મહિનોએ સુધી ઊંઘી જાય છે. તે દરમિયાન શ્વાસા બંધ થઈ જાય છે. એ પ્રાણીએ કેટલાક વખત સુધી શ્વાસ ! છતાં જો જીવી શકતાં હાય તા મનુષ્યાં એવુ શા માટે ન કે ? '
ચિત્ર તથ્યાવાળુ' એમનું નિવેદન રસિક હતું પરંતુ એમના ં ખાતરીવાળું ન હતું. થેાડીક મિનિટની માહિતી લેવાની ક્રિયા જરૂરી
મિથિતિમાં શ્વાસ
Page #116
--------------------------------------------------------------------------
________________
મૃત્યુને જીતનારો ગ
૧૩૩
જીવન સદાય ચાલુ રહે છે. એમણે ભારપૂર્વક ઉત્તર આપે. મરણ તે માત્ર શરીરનો સ્વભાવ છે.'
“પરંતુ એને અર્થ સાચેસાચ એવો તે નહિ જ કરવા માગતા હે કે મૃત્યુને જીતવાનું શક્ય છે ?” મેં અતિશ્રદ્ધાથી પ્રેરિત થયા વિના પૂછયું.
બ્રહ્મ મારી તરફ સૂચક દષ્ટિપાત કર્યો.
“શા માટે નહિ ?” એટલું કહીને એ અટકી ગયા. એમની આંખ માયાળુતાથી મારું નિરીક્ષણ કરવા લાગી.
તમારામાં કેટલીક શક્યતાઓ હોવાથી, અમારાં પ્રાચીન રહસ્યમાંથી એક તમારી આગળ ખુલ્લું કરીશ. પરંતુ તે પહેલાં તમારે એક શરત કબૂલ કરવી પડશે.”
“કઈ શરત ?”
મારા તરફથી પાછળથી શીખવવામાં આવે તે સિવાયની પ્રાણાયામની કેાઈ પણ ક્રિયા તમે પ્રયોગને ખાતર નહિ કરે.”
કબૂલ છે.”
“તો પછી તમારું વચન પાળવાનું ધ્યાન રાખજે. અત્યાર સુધી તમે એવું માનતા આવ્યા છે કે શ્વાસ લેવાતો તદ્દન બંધ થાય એટલે મૃત્યુ થાય છે ?”
“હા.
તે પછી એમ માનવું પણ શું તર્કસંગત નથી કે શરીરની અંદર શ્વાસને સંપૂર્ણપણે રોકી રાખવાથી, જયાં સુધી શ્વાસ રોકાઈ રહે ત્યાં સુધી જીવન ચાલુ જ રહે છે ?”
ઠીક.
એથી વધારે દાવો અમે નથી કરતા. અમારું કહેવું એટલું ' છે કે પોતાના શ્વાસને ઈચ્છાનુસાર રોકી શકનાર પ્રાણાયામમાં - ભા. આ. ૨. બો. ૯
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
પારંગત થયેલા પુરુષ એની મદદથી પેાતાના જીવનપ્રવાહને સાચવી રાખે છે એ વાતને સમજી શકેા છે ?'
"
સમજી શકું છું.”
- તેા પછી એક સિદ્ધ ચેાગી જે કેવળ કુતૂહલને ખાતર ઘેાડીક મિનિટ સુધી જ નહિ, પરંતુ અઠવાડિયાં, મહિના ને વરસા સુધી પ્રાણવાયુને રોકી શકે છે તેની કલ્પના કરો. તમે પોતે જ સ્વીકારે કે પ્રાણુ હોય ત્યાં જીવન પણ હેાવું જોઇએ. તેા પછી માણસને માટે દીર્ઘાયુ થવાની સંભાવના કેટલી માટી છેતે તમે નથી જોઈ શકતા ? ’
હું મૂંગા બની ગયા. એ વકતવ્યને હું હાસ્યાસ્પદ કેવી રીતે માની શકું? છતાં પણ એને સ્વીકારી પણુ કેમ શકુ? એ વક્તવ્ય આપણા મધ્યયુગના યુરોપિયન કીમિયાગરાનાં મિથ્યા સ્વપ્નાની સ્મૃતિ નથી કરાવતું ? એ સ્વપ્નસેવીએએ જીવનને અમર કરવાના કીમિયા શોધવાના પ્રયાસ કર્યાં, છતાં વારાફરતી મૃત્યુના મહાશસ્ત્રના શિકાર બન્યા. પરંતુ બ્રહ્મનો પેાતાના દષ્ટિકાણુ જો ચાખ્ખા હાય તેા તે મને છેતરવાની કેાશિશ શા માટે કરે ? એમણે મારા સંસની ઇચ્છા નથી રાખી અને શિષ્યાને બનાવવાનો પ્રયત્ન પણ એ નથી કરતા.
મારા મગજમાં એક વિચિત્ર ભયની ભાવના પેદા થઈ. જો તે પાગલ જ હશે તેા ? પરંતુ ના. બીજી વાતેામાં એ ખૂબ જ સમજદાર ને તર્કબદ્દ લાગતા હતા, એ ભૂલ્યા છે એવું માનવું શું વધારે સારુ નહિ થાય ? પરંતુ એ નિણૅય પર પહેાંચવાનું પણ મને ઠીક ન લાગ્યું. મારી ગૂંચવણના પાર ન રહ્યો.
"
મારા કહેવામાં તમને વિશ્વાસ નથી આવતા ? એ કરી રજિતસિંહ દ્વારા લાહેારના ભોંયરામાં દાટવામાં આવેલ
.
માલ્યા
પેલા ફકીરની વાત તમે નથી સાંભળી ? એ યાગીને અંગ્રેજ લક્ષ્ય અમલદારાની હાજરીમાં જ જમીનની અંદર રાખવામાં આવેલા
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૩૫
મૃત્યુને જીતનારે યોગ છેલ્લા શીખ રાજા રણજિતસિહે એ બધું નજરે જોયેલું. યોગની એ જીવંત સમાધિ પર સૈનિકોએ છ અઠવાડિયાં સુધી પહેરે ભરેલ. પરંતુ યોગી એ સમાધિમાંથી જીવંત અને સ્વસ્થ દશામાં બહાર આવેલા. એ હકીકતની તપાસ કરજે, કારણ કે તમારી સરકારના દસ્તાવેજોમાં ક્યાંક એ બધું લખવામાં આવ્યું છે. એ યોગીને પિતાના પ્રાણુ પર પૂરો કાબૂ હતો, અને મૃત્યુના ભય વિના તેને, ઈચ્છીનુસાર રોકી રાખવાની તેમની શક્તિ હતી. તે છતાં એ સંપૂર્ણ સિદ્ધ તો ન જ હતા, કારણકે એમના પરિચયમાં આવેલા એક વૃદ્ધ પુરુષ દ્વારા જાણવા મળ્યું છે કે એમનું ચારિત્ર્ય સારું નહોતું. એમનું નામ હરિદાસ હતું, અને એ ઉત્તર ભારત માં નિવાસ કરતા. એ મહાપુરુષ જ એવી હવા વગરની જગ્યામાં એટલા લાંબા વખત સુધી શ્વાસ લીધા વિના રહી શક્યા તે પછી એકાંતમાં અભ્યાસ કરનારા અને કેવળ સુવર્ણ મેળવવા માટે એવા અદ્દભુત પ્રયોગ નહિ કરનારા સમર્થ યોગી પુરુષો તો કેટલું બધું વધારે કરી શકે ?
અમારી વાતચીતને અંતે ઊંડી શાંતિ ફેલાઈ રહી.
અમારી યોગવિદ્યાથી મેળવી શકાય એવી બીજી પણ કેટલીક આશ્ચર્યકારક સિદ્ધિઓ છે, પરંતુ આ અધોગતિના વખતમાં એમને મેળવવા માટેની મોટી કિંમત કોણ ચૂકવી શકે તેમ છે ?”
તેઓ ફરી વાર શાંત થયા.
“જિંદા જીવનમાં અમારે એવી સિદ્ધિઓની પ્રાપ્તિ કરવા સિવાય બીજું ઘણુંય કરવાનું હોય છે. મારા વિચારોના બચાવનો પડઘો પાડતાં મેં કહેવાનું સાહસ કર્યું.
* (પાછળથી એ હકીકતની તપાસ કરવાથી જણાયું કે એ બનાવ ઈ. સ. ૧૮૩૭માં લાહેરમાં બનેલો. યોગીને રાજા રણજિતસિંહ, સર કલોડ વાડે, ડોકટર હાનિમ્બર્જર અને બીજાની રૂબરૂ જમીનમાં દાટવામાં આવેલા. કેઈપણ પ્રકારનું છળકપટ થતું અટકાવવા માટે એમની સમાધિ આગળ દિવસરાત શીખ સૈનિકને પહેરે રહેતું. ચાલીસ દિવસ પછી યેગીને જીવતા બહાર કાઢવામાં આવેલા. એની સંપૂર્ણ માહિતી કલકત્તામાં રખાયેલા દસ્તાવેજો ૧ મળી શકે છે)
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૬૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
બરાબર છે.” બ્રો મંજૂર રાખ્યું : “શરીરસંયમની આ સાધના બહુ જ ઓછા માણસો માટે છે. એટલા માટે તે એ વિદ્યાના આચાર્યોએ સૈકાઓથી એને એક ગુપ્ત રહસ્ય તરીકે સાચવી રાખી છે. શિષ્યની શોધ એ ભાગ્યે જ કરતા હોય છે : શિષ્યોએ એમની શોધ કરવી પડે છે.”
અમે બીજી વાર મળ્યા ત્યારે બ્રહ્મ મારા મકાનની મુલાકાત લીધી. સાંજનો સમય હોવાથી અમે થોડી વાર પછ ભોજન કરવા ઊભા થયા. ભજન તથા એ પછીની ડીક વિશ્રાંતિ પછી અમે ચાંદનીવાળી ઓસરીમાં ગયા. ત્યાં હું આરામ ખુરસી પર બેઠે, અને ગીએ જમીન પરની સાદડી પર બેસવાનું જ ઠીક ગમ્યું.
પૂનમના ચંદ્રના ઉજજવળ પ્રકાશને આનંદ લેતા થડાક સમય સુધી અમે શાંત રહ્યા.
અમારી છેલ્લી મુલાકાતની આશ્ચર્યકારક ઘટનાઓનું સ્મરણ હેવાથી, મૃત્યુની સામે સ્મિત કરનારા માનની ના માનવા જેવી વાત મેં નવેસરથી ઉપાડી.
“કેમ નહિ?” બ્રહ્મ પિતાને પ્રિય સવાલ પૂછીને કહ્યું : અમારા હઠયોગમાં સિદ્ધ થયેલા એક મહાપુરુષ દક્ષિણમાં નીલગિરિ ટેકરીઓમાં નિવાસ કરે છે. એમને નિવાસ છોડીને એ ક્યારેય બહાર નથી નીકળતા. ઉત્તરમાં હિમાલયની ગુફામાં ઘર કરીને એક બીજા યોગી પણ વાસ કરે છે. એ મહાપુરુષો જગતથી ઉદાસીનભાવે રહેતા હોવાથી, એમનું દર્શન તમને નહિ થઈ શકે. છતાં એમના અસ્તિત્વની વાત અમને પરંપરાથી પ્રાપ્ત થતી આવી છે, અને અમને કહેવામાં આવ્યું છે કે એમણે પિતાના જીવનને સૈકાઓ સુધી લંબાવ્યું છે.'
તમને શું આ બધું સાચું લાગે છે?” મેં શંકાને વિરોધી સૂર કાઢતાં કહ્યું.
Page #120
--------------------------------------------------------------------------
________________
મૃત્યુને જીતનારો ગ
૧૩૭
કઈ પણ પ્રકારની શંકા વગર. મારી આગળ મારા પિતાના ગુરુનો દેખીતે દાખલ શું નથી પડ્યો ?”
દિવસો સુધી મારા મનમાં રહેલ પ્રશ્ન હવે આગળ આવ્યા. અત્યાર સુધી એ પૂછતાં મને સંકેચ થતો, પરંતુ અમારી મિત્રતા હવે એટલી ઘનિષ્ટ બની ગઈ હતી કે એ પ્રશ્ન પૂછવાની મેં હિંમત કરી. યોગી તરફ નિખાલસતાથી જોઈ મેં પ્રશ્ન કર્યો :
બ્રહ્મ ! તમારા ગુરુ કોણ છે?”
એકાદ ક્ષણ નિરુત્તર રહીને એ મારી તરફ તાકી રહ્યા. એમણે મારી તરફ સંકેચ સાથે જોયા કર્યું. પછી એમણે શાંત ને ગંભીર સ્વરમાં કહેવા માંડયું ?
એમના દક્ષિણી શિવે એમને યેરુશ્રુ સ્વામી એટલે કે કીડી ગુરુને નામે ઓળખે છે.”
કેવું અજબ જેવું નામ ?” મેં એકાએક ઉદ્દગાર કાઢયો.
મારા ગુરુ ચોખાનો લોટ ભરેલી થેલી રાખે છે. એ લેટ એ જ્યાં હોય ત્યાં બધે જ કીડીઓને ખવડાવે છે. પરંતુ ઉત્તરમાં અને હિમાલયનાં ગામડાંમાં એ રહેતા હોય છે ત્યારે એ બીજે નામે સંબધાય છે.”
એ તમારા હઠયોગમાં પરિપૂર્ણતાએ પહોંચેલા છે?” જરૂર.” અને તમે સાચે જ માને છે કે એમની ઉંમર?”
મને ખાતરી છે કે એમની ઉંમર ચાર વરસ ઉપરની છે.” બ્રહ્મ શાંતિપૂર્વક વાક્ય પૂરું કર્યું.
ફરી પાછી શાંતિ પથરાઈ રહી. મેં એમની તરફ મંત્રમુગ્ધ બનીને જોવા માંડયું
મોગલ સમ્રાટોના જમાનામાં જે થયું તેનું વર્ણન એમણે કેટલીય વાર કરી બતાવ્યું છે.” યોગીએ આગળ ચલાવ્યું: “અને ઈસ્ટ ઈન્ડિયા કંપની સૌથી પહેલાં મદ્રાસ આવી તે દિવસની વાત. પણ એમણે કહી બતાવી છે.”
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
પશ્ચિમના શકાશીલ કાન આ નિવેદનોનો સ્વીકાર નહિ જ
કરી શકે.
- પરંતુ ઇતિહાસનું પુસ્તક વાંચનાર કાઈ પણ બાળક એવી વાતા કહી શકે.' મેં વળતાં કહ્યું.
બ્રહ્મ મારી ટીકાની અવગણના કરીને કહેવા માંડયું: · મારા ગુરુને પાણીપતનું પહેલું યુદ્ધ બરાબર યાદ છે અને પ્લાસીની લડાઈના દિવસે પણ એ નથી ભૂલ્યા. મને એનું પણ સ્મરણ છે કે એમના ગુરુભાઈ બેશુદાન દનો ઉલ્લેખ એક વાર એમણે માત્ર એંશી વરસના બાળક તરીકે કરેલા.’
એ અવનવી વાત કહેતી વખતે બ્રહ્મનો કાળા, પહોળા નાકવાળા ચહેરો એવા જ નિર્વિકાર રહ્યો, ચેાખ્ખી ચાંદનીમાં એ હું બરાબર જોઈ શકયો. આધુનિક વિજ્ઞાને શીખવેલી સંશાધનની નિયમચુસ્ત પદ્ધતિથી પાષાયેલું મારું મગજ આવાં વિધાનોનો
સ્વીકાર કેવી રીતે કરી શકે? બ્રહ્મ આખરે તે હિંદુ હોવાથી એ પ્રજાની લેાકવાયકાઓને ગળી જવાની ખાસિયતથી પર ન જ હોઈ શકે. એમની સાથે વિવાદમાં ઊતરવું વ્ય છે એમ સમજીને હું શાંત રહ્યો.
યેાગીએ ચાલુ રાખ્યું;
ભારત તથા તિબેટની વચ્ચે આવેલા નેપાળના જૂના મહારાજાના આધ્યાત્મિક સલાહકાર તરીકે મારા ગુરુએ અ અગિયારથી વધારે વરસ સુધી કામ કરેલું. હિમાલયના પર્વતીય પ્રદેશમાં રહેતાં ગ્રામજના એમને ઓળખે છે ને પ્રેમ કરે છે. એ એમની સાથે માયાળુતાથી પિતા જેવી રીતે પેાતાનાં બાળકા સાથે કરે તેવી રીતે વાત કરે છે. ગ્રામજનોની એ મુલાકાત લે છે ત્યારે એમને એ બધા ઈશ્વરની પેઠે પૂજે છે. નાતજાતના નિયમેાના એ ખ્યાલ નથી કરતા તથા માંસમચ્છી પણ નથી ખાતા.'
• એક માણસ માટે એટલું બધુ જીવવાનું કેવી રીતે શકય હાઈ શકે ? ” મારા વિચારાનો પડધા સહસા ફ્રી વાર પડવા માંડયો.
Page #122
--------------------------------------------------------------------------
________________
મૃત્યુને જીતનારે વેગ
૧૩૯
બ્રહ્મને મારી હાજરીનું ભાન ન હોય તેમ તેમણે જરાક છે. જેવા માંડયું.
એ ત્રણ રીતે શક્ય છે. પહેલે રસ્તો તે શરીરસંયમ અથવા હઠયોગમાં કહેવામાં આવેલાં બધાં આસનો, બધા પ્રાણયામોની બધી ગુપ્ત ક્રિયાઓનો અભ્યાસ કરવાની છે. એ અભ્યાસ પૂર્ણતાની પ્રાપ્તિ સુધી અને પોતે જે શીખવે તેને શરીરધારા કરી બતાવે એવા અનુભવી ગુરૂની પાસે રહીને કરા જોઈએ. બીજે રસ્તે આ વિષયમાં રસ લેનારા સિદ્ધ પુરુષે જેમનું જ્ઞાન ધરાવે છે એવી કેટલીક વિરલ અલૌકિક ઔષધિઓનું નિયમિત રીતે સેવન કરવાનું છે. એ સિદ્ધ પુરુષે એ ઔષધિઓને ગુપ્ત રાખી મૂકે છે અથવા તો પ્રવાસ કરતી વખતે પોતાની કફનીઓમાં સાચવી રાખે છે. એવા સિદ્ધ પુરુષનું શરીર છૂટવાનો સમય આવે છે ત્યારે એ ગ્ય શિષ્યને ચૂંટી કાઢે છે, એની આગળ બધાં રહસ્ય ખુલ્લાં કરે છે, અને એને ઔષધિઓ અર્પણ કરે છે. બીજા કોઈને એ ઔષધિઓ આપવામાં આવતી નથી. ત્રીજો રસ્તો સમજાવવાનું કામ કઠિન છે. બ્રહ્મ વચમાં અટકી પડ્યા.
તમે સમજાવવાની કોશિશ નહિ કરે ?” મેં અરજ કરી. તમે મારા શબ્દો સાંભળીને હસવા માંડશે.”
મેં તેમને ખાતરી આપી કે તેમના સ્પષ્ટીકરણનો હું આદરપૂર્વક સ્વીકાર કરીશ.
“ઠીક ત્યારે સાંભળો. માનવના મગજમાં એક નાનું છિદ્ર છે. એ છિદ્ર અથવા કાણામાં આત્માનો નિવાસ છે. એ કાણાને એક ઢાંકણનું રક્ષણ છે. મેં તમને વારંવાર કહ્યું છે તેમ, કરેડરજજુની નીચે અદષ્ટ જીવનપ્રવાહનું અસ્તિત્વ છે. એ ચૈતન્યશક્તિ કે જીવનપ્રવાહને નિરંતર વ્યય થવાથી શરીર ઘરડું કે જીર્ણ થાય છે, પરંતુ એના સંચયથી શરીરમાં નવજીવન પેદા થાય છે અને એને યુવાન રાખે છે. પોતાની જાતને જીતી ચૂકેલે માણસ, અમારી યોગપદ્ધતિમાં
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૪૦
ભારતના આધ્યાત્મિક રહેસ્યની ખેાજમાં
આગળ વધેલા ચેાગીઓને જ નાત હેાય છે, એવી કેટલીક ક્રિયાઓથી એના પર કાબૂ મેળવવાના આરંભ કરી શકે છે. એ જીવનપ્રવાહ કે કુંડલિની શક્તિને ઊર્ધ્વગામી કરીને એ કરોડરજ્જુમાં ઉપર લઈ જાય છે. તે પછી મગજમાં આવેલા એ છિદ્રમાં એકાગ્ર કરવાનો અભ્યાસ કરે છે. છતાં પણ એની આગળના પડદાને હઠાવી દેવામાં મદરૂપ થનાર ગુરુ ન મળે ત્યાં સુધી એને સંપૂર્ણ સફળતા નથી મળતી. જો એવા ગુરુ એને મળી જાય તેા એ અદશ્ય શક્તિપ્રવાહ એ છિદ્રમાં પ્રવેશીને દી' વનરૂપી અમૃતમાં પલટાઈ જાય છે. એ કામ સહેલું નથી, અને એકલે હાથે કરનાર સાધકને! નાશ નોતરનારું નીવડે છે. પરંતુ એમાં સફળ થનાર સાધક પેાતાની ઇચ્છા પ્રમાણે ગમે ત્યારે મરણને મળતી દશા મેળવી શકે છે અને એથી ખરેખરું મૃત્યુ આવે ત્યારે એમાંથી વિજયી થઈને બહાર આવે છે. સાચું કહીએ તે મૃત્યુની નજીકની પળની પસંદગી એ ગમે ત્યારે કરી શકે છે, અને કડક કસોટીને અંતે પણ એ કુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય એવું લાગી આવે છે. એ ત્રણે માં કે સાધનને સિદ્ધહસ્ત કરી ચૂકેલા માનવ સૈકાએ સુધી જીવી શકે છે. મને એવું શિક્ષણ મળેલું છે. એના મૃત્યુ પછી એના શરીરમાં જંતુ નથી પડતાં. સે! વરસ પછી પણ એના શરીરમાં સડેા પેદા થતા નથી.’
બ્રહ્મ કરેલા ખુલાસા માટે મે એમને આભાર માન્યેા, છતાં મને એથી નવાઈ તેા લાગી જ. મને એમાં પુષ્કળ રસ પડયો. પણ એની ખાતરી ન થઈ. શરીરશાસ્ત્રને એમના કહેવા પ્રમાણેના જીવનપ્રવાહની ખબર નથી, અને એવા કેાઈ અમૃતથી પણ એ અજાણ છે. શરીરશાસ્ત્ર સાથે સંબંધ ધરાવતા ચમત્કારાની એ બધી કથાઓ કેવળ ગેરસમજ કે ભ્રાંતિ છે? એ કથાએ માણસને દંતકથાઓથી ભરેલા, લાંબુ જીવનારા જાદુગરો કે દીર્ઘાયુ તાંત્રિકાના જૂના જમાનામાં લઈ જાય છે. છતાં શ્વાસ તથા લેાહીના કાનૂના પ્રવ્ર કરી બતાવેલા પ્રયાગ પરથી
એટલુ તા પુરવાર થાય છે જ કે યાગની શક્તિએ કેવળ મનનાં તર’ગરૂપ નથી, અને જેમને એમનો પરિચય ન હોય અથવા યાગની
Page #124
--------------------------------------------------------------------------
________________
મૃત્યુને જીતનારો યોગ
૧૪૧
સાધના સાથે લેવાદેવા ન હોય એવાને બનાવટી લાગે તેવા પ્રયોગો કરી બતાવવાની નિઃશંક શક્તિ ધરાવે છે. એ મુદ્દા સિવાયની બીજી વાતો સાથે સંમત થવું એ કામ મારે માટે મુશ્કેલ છે.
મારા માનસિક તર્કવિતર્કનું તોફાન મારા મુખ પર પ્રકટ થવા દીધા સિવાય હું એમનું મન જાળવતે શાંત રહ્યો.
કબરની નજીક બેઠેલા માણસોને એવી શક્તિઓ મેળવવાની ઈચ્છા વધારે થશે.”
બ્રહ્મ કહેવા માંડયું : “પરંતુ એમને મેળવવાનો માર્ગ જ ભયાનક છે એ ન ભૂલતા. અમારા ગુરુઓએ એ પ્રક્રિયાઓ વિશે કહ્યું છે કે હીરાની પેટીની પેઠે એમને ગુપ્ત રાખજે.”
એટલે તમે મારી આગળ તે પ્રકટ નહિ કરે, એમ ?” “જે સિદ્ધ બનવા માગતા હોય તેમણે દેડવાનો પ્રયત્ન કરતાં પહેલાં ચાલતાં શીખવું જોઈએ.' એમણે આછા સ્મિત સાથે ઉત્તર આપ્યો.
“એક છેલ્લે પ્રશ્ન પૂછું ?” યોગી બ્રહ્મ હકારમાં માથું હલાવ્યું. તમારા ગુરુ અત્યારે ક્યાં છે ?'
તેરાઈ જગલની પેલી તરફના નેપાળના પર્વતોમાં આવેલા એક મંદિરમાં એમણે પ્રવેશ કર્યો છે.”
એ મેદાની પ્રદેશમાં ફરી આવશે ખરા ?” (આશ્ચર્યકારક નિવેદનો અને શાંત પ્રતિપાદનવાળે એ આખાયે વાર્તાલાપ અત્યારે એક ચિત્રવિચિત્ર સ્વપ્ન જે લાગ્યા કરે છે. પુસ્તકમાં એની રજૂઆત કરવાનો અવસર આવ્યો છે ત્યારે બીજા કેટલાક વાર્તાલાપેને મારે ન છટકે કાઢી નાખવા પડયા છે તેમ આને પણ કાઢી નાખવાની ઈચ્છા થઈ આવે છે. મને એની શંકા નથી કે એને લીધે કેટલાય બુદ્ધિમાન અંગ્રેજે એશિયાની અંધ માન્યતાઓ પ્રત્યે મેં મચકોડશે. અને પ્રસિદ્ધિ માટે છેવટે મંજૂર રાખવાનું કારણું મારા પિતાના નહિ પરંતુ બીજા લોકોના ચુકાદાનું છે.)
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
“એમની ગતિવિધિ વિશે પહેલેથી કોણ કહી શકે? નેપાળમાં એ ઘણું વરસો સુધી રહે પણ ખરા, કે ફરી વાર સફર પણ શરૂ કરે. નેપાળમાં એમને વધારે ગમે છે, કેમ કે અમારી યોગસાધનાનો વિકાસ ભારત કરતાં ત્યાં વધારે પ્રમાણમાં થાય છે. હઠયોગનું શિક્ષણ પણ જુદા જુદા સંપ્રદાયમાં જુદું પડે છે. અમે તંત્રમાર્ગમાં માનીએ છીએ, અને એ માર્ગને અહીં કરતાં નેપાળના વાતાવરણમાં વધારે સારી રીતે સમજવામાં આવે છે.'
એટલું કહીને બ્રહ્મ શાંતિ રાખી. મેં અનુમાન કર્યું કે પિતાના ગુરુના કોયડારૂપ વ્યક્તિત્વનો એ ભકિતપૂર્વક વિચાર કરી રહ્યા છે. આજે રાતે મેં સાંભળેલી આ વાતોમાં જે દંતકથા કરતાં કાંઈક વધારે વાસ્તવિકતા હોય તે તે ખરેખર, બીજી બાજુએ જે ઉંમરની ઉપરવટ થઈ ચૂકેલા અમર માનવોની સૃષ્ટિ છે તેની ઝાંખી સહેલાઈથી કરી શકાય છે.
| મારી કલમ જ ઝડપથી નહિ ચલાવું તે આ પ્રકરણ કદી પૂરું નહિ કરી શકું. એટલા માટે યોગી બ્રહ્મ સાથેના મારા સંપર્કના છેલ્લા યાદગાર પ્રસંગનું વર્ણન કરવાનો પ્રયાસ કરી લઉં.
ભારતમાં સાંજ પછી રાત જલદી આવે છે. યુરોપની પેઠે ત્યાં સૂર્યાસ્ત પછી બહુ વિલંબ નથી થતો. બગીચાની મઢુલી પર અંધકારને પડદા પડવા માંડતાં બ્રહ્મ ફાનસ સળગાવ્યું અને છાપરા સાથે લટકાવ્યું. અમે ફરી બેસી ગયા.
પેલી વૃદ્ધા વિધવા સ્ત્રી સમજપૂર્વક ચાલી ગઈ, એથી અમારા શબ્દને અનુવાદ કરનાર શિક્ષક તથા યોગી સાથે હું એકલો. પડો. અગરબત્તીની સુવાસ આખા ઓરડાને એક પ્રકારના ગહન ધાર્મિક ભાવથી ભરી દેતી હતી.
એ સાંજે વિખૂટા પડવાના ખેદજનક વિચારે મને ઘેરી વળ્યા. એ વિચારો કાઢી નાખવાના નિષ્ફળ પ્રયાસ મેં કર્યા. મારા અંત૨માં જે હતું તે મારે ત્રીજા માણસ દ્વારા કહેવાનું હોવાથી સ્પષ્ટ
Page #126
--------------------------------------------------------------------------
________________
મૃત્યુને જીતનારો યોગ
૧૪૩
રીતે નહેતે કહી શકતે. એમણે કહેલાં અવનવાં સત્ય અને એમના વિચિત્ર સિદ્ધાંત કેટલે અંશે સત્ય છે તે હું ભાગ્યે જ કહી શકું તેમ હતું, પરંતુ પિતાના એકાંતિક જીવનમાં મને પ્રવેશ કરાવવાની તેમણે તૈયારી બતાવી તે વાતની કદર કર્યા વિના હું ન રહી શક્યો. અવારનવાર મને લાગ્યું છે કે અમારાં હૃદય સહાનુભૂતિપૂર્વક એકમેકની પાસે ને પાસે આવી પહોંચ્યાં છે અને એમની સ્વાભાવિક એકાંતિકતાના ભંગને શો અર્થ થાય છે તે મને હવે સમજાયું છે.
આજે રાતે મારા નજીકના પ્રસ્થાનના બહાના નીચે એમનાં ઊંડાં રહસ્યોનું ઉદ્ઘાટન કરવા એમને ઉત્તેજિત કરવાને એક આખરી પ્રયાસ મેં કરી જે.
શહેરી જીવનને ત્યાગ કરીને પર્વતે કે જંગલમાં ચેડાંક વરસો સુધી નિવૃત્ત થવા તમે તૈયાર છો?” એમણે મારી તપાસ કરતાં પૂછ્યું. - “બ્રહ્મ, મારે પહેલાં એને વિચાર કરવો પડશે.”
તમારી બધી પ્રવૃત્તિ, બધી ક્રિયાઓ, બધી સુખસાહ્યબીનો ત્યાગ કરીને તમારે સમગ્ર સમય યોગસાધનાની અમારી પદ્ધતિ પાછળ વ્યતીત કરવા તૈયાર છે ? અને એ પણ ડાક મહિનાઓ માટે નહિ પરંતુ કેટલાંક વરસ સુધી ?”
મને એવું નથી લાગતું. ના. એને માટે મારી તૈયારી જરા પણ નથી.”
તે પછી તમને હું વધારે આગળ નહિ લઈ જઈ શકું. હઠયોગની આ સાધના માણસના ફાલતુ વખતની ફક્ત રમતગમત બનવા જેટલી સાધારણ નથી. એ એના કરતાં વધારે ગંભીર છે.”
યોગી બનવાની મારી તકેને મેં સરી જતી ને નહિવત બનતી જોઈ. મને ખેદજનક ખાતરી થઈ ગઈ કે વરસોની કઠોર સાધના તથા કડક અને ઉચ્ચ શિસ્તવાળી એ વેગ પદ્ધતિ મારે
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૪૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
માટે નથી જ. છતાં શરીરની અલૌકિક સિદ્ધિઓ કરતાં મારા અંતરને બીજું કશુંક વધારે સ્પર્શ કરતું હતું. મને લેગીમાં વિશ્વાસ હતો.
બ્રહ્મ, આ શકિતઓ ખરેખર મંત્રમુગ્ધ કરી દે તેવી છે. એક દિવસ તમારી સાધનાના ઊંડાણમાં ઊતરવાનું મને ગમશે. છતાં એની મદદથી મને સનાતન સુખ કેટલા પ્રમાણમાં મળી શકે? યોગની અંદર એના કરતાં પણ કોઈ વધારે સારી વસ્તુ નથી ? હું જે કહેવા માગું છું તે સાફ તો છે ને?”
“હું સમજી શકું છું.” બ્રહ્મ માથું હલાવીને કહ્યું : અમે બંને હસવા માંડ્યા.
અમારાં શાસ્ત્રો સૂચવે છે કે વિવેકી સાધકે હઠયોગના અભ્યાસની પૂર્ણાહુતિ પછી રાજયોગના અભ્યાસનો આધાર લેવો.” એમણે ધીમે સ્વરે કહેવા માંડયું: “પહેલા અભ્યાસથી બીજી જાતના અભ્યાસનો માર્ગ મોકળો થાય છે એમ કહી શકાય. ભગવાન શંકર પાસેથી અમારા પ્રાચીન મહાપુરુષોએ એ યોગસિદ્ધાંત પ્રાપ્ત કર્યા ત્યારે તેમને કહેવામાં આવેલું કે એમનું અંતિમ ધ્યેય ભૌતિક સુખની પ્રાપ્તિનું નથી. એ બધા સમજતા હતા કે શરીરનો જપ મનના વિજયનું પ્રારંભિક પગથિયું છે, અને મનનો વિજય આત્મિક પરિપૂર્ણતાનું સાધન માત્ર છે. એટલે અમારી સાધના આમ તે શરીર સાથે જ સંબંધ રાખીને આગળ વધે છે, પરંતુ શરીરમાં કેદ બની બેસી રહેવાને બદલે આત્મા સુધી પહોંચી જાય છે. મારા ગુરુદેવે મને તેથી જ કહ્યું છે કે પહેલાં હઠયોગનો અભ્યાસ કર, પછી રાજયોગમાં પ્રવેશ કરી શકીશ. શરીર પર કાબૂ મેળવ્યા પછી તે મનના માર્ગમાં અંતરાયરૂપ નથી થતું. વિચારનો નિરોધ કરવાના કામમાં સીધી રીતે કેઈક વિરલ જ સફળ થઈ શકતા હેય છે. છતાં રાજયોગ અથવા મને નિગ્રહના
Page #128
--------------------------------------------------------------------------
________________
મૃત્યુને જીતનારો યાગ
૧૪૫
માર્ગમાં કેાઈને સીધા જ જવું હેય તેપણુ અમને તેની હરકત નથી. અમે એની વચ્ચે આવવા નથી માગતા. એને માટે એ મા જ બરાબર છે.'
6
અને એ યેાગ એકલે માનસિક છે??
· જરૂર. એ સાધનાની મદદથી મનને સ્થિર પ્રકાશમાં પલટાવી,
એ પ્રકાશને આત્માના આવાસ તરફ ફેરવવાનો હેાય છે.’
C
· એવી સાધનાની શરૂઆત કેવી રીતે કરી શકાય ? ’
(
એને માટે ગુરુની પ્રાપ્તિ કરવી જોઈએ.’
કાં ? ’
બ્રહ્મ મસ્તક હલાવ્યું.
"
ભાઈ, જે લેાકાને ભૂખ લાગે છે તે ભેાજનની શોધ કરે જ છે. જે ભૂખે મરતા હેાય છે તે તેા ગાંડા માણસની પેઠે શાધે છે. ભૂખ્યાં માણસ ભાજનની ઇચ્છા કરે તેવી રીતે જ્યારે તમારામાં ગુરુની ચાહના પેદા થશે ત્યારે ગુરુ તમને જરૂર મળશે. જે ગુરુને પ્રામાણિકપણે શોધે છે તેમને ગુરુ નક્કી કરેલા વખતે જરૂર
મળે છે.’
"
C
તમે એવુ' માનો છે કે એમાં પ્રારબ્ધ કામ કરતું હાય છે?” 6 સાચી વાત છે.’
6
મે કેટલાંક પુસ્તકા વાંચ્યાં છે.'
યેાગીએ માથું ધુણાવ્યુ
C
ગુરુની મદદ વિના પુસ્તકે કાગળના ટુકડા જેવાં નિર્જીવ
થઈ પડે છે. ગુરુનો અર્થ અંધકારને દૂર કરનાર' એવા થાય છે. જેના પ્રયત્નો અને જેનું પ્રારબ્ધ સદ્ગુરુને મેળવી આપવા જેટલું મદદરૂપ થાય છે તે પ્રકાશને પંથે ઝડપથી આગળ વધી શકે છે; કારણકે શિષ્યને લાભ પહેાંચાડવા ગુરુ આનો ઉપયાગ કરે છે.'
પેાતાની વિશેષ શક્તિ
"
બ્રહ્મ એ પછી પેાતાના છૂટાછવાયા કાગળાના બાંકડા પાસે ગયા અને એક મેટા દસ્તાવેજ કે લેખ લાવી, એ મને સુપરત
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
કર્યો. એ તાર જેવાં વિશેષ ચિહ્નોથી, ખાસ સંકેતથી, અને લાલ, લીલી અને કાળી શાહીથી દોરેલી આકૃતિઓથી ભરેલું હતું. કાગળને ઉપરનો ભાગ ભૂગળાના જેવી ગોળાકાર મોટી આકૃતિથી શણગારેલું હતું, અને એમાં સૂર્ય, ચંદ્ર અને મનુષ્યની આંખનાં ચિહ્નો હતાં. એ બધાં જ લખાણ અને ચિત્રોની વચ્ચે કાળી છૂટી જગ્યા હતી.
રાતના થોડા કલાક મેં આને તૈયાર કરવામાં ગાળ્યા છે.” બ્રહ્મ જણાવ્યું: “તમે ફરી આવે ત્યારે વચ્ચેની છૂટી જગ્યામાં મારે ફેટો ચુંટાડજે.”
એમણે કહ્યું કે રાતે સૂતાં પહેલાં પાંચ મિનિટ જો એ વિચિત્ર દેખાતા છતાં કળાત્મક કાગળ પર મારા મનને સ્થિર કરી શકીશ તે મને એમનું સ્પષ્ટ અને સુંદર સ્વપ્નદર્શન થઈ શકશે.
“આપણું શરીરની વચ્ચે પાંચ હજાર માઈલનું અંતર હશે તોપણ, આ કાગળ પર તમારા વિચારોને કેન્દ્રિત કરશે એટલે આપણા આત્મા રાતે ભેગા થશે.” એમણે દઢતાપૂર્વક કહેવા માંડયું ને સમજાવ્યું કે એ મેળાપ અત્યાર સુધીના શારીરિક મેળાપ જેવો જ સાચો અને વાસ્તવિક હશે.
મેં એમને માહિતી આપી કે મારો સામાન પેક કરે છે એટલે થોડા વખતમાં જ હું રવાના થઈશ, અને ફરી પાછો ક્યારે મળીશ તે કહી શકાય તેમ નથી.
તેમણે કહ્યું કે જે પ્રારબ્ધ આપણે માટે નકકી થયું હોય તે પૂરું કર્યા વિના છૂટકો નથી. અને પછી નિશ્ચયાત્મક રીતે બોલ્યા:
" “તાંજોર જિલ્લામાં બે સાધકે મારી રાહ જુએ છે. તેમને માટે હું વસંત ઋતુમાં આ સ્થાનનો ત્યાગ કરીશ. તે પછીની ઘટ નાઓનું અનુમાન છે કેણ કરી શકે ? “તમે જાણે જ છે કે મારા ગુરુદેવ મને એક દિવસ બોલાવી લે એવી હું આશા રાખું છું.'
Page #130
--------------------------------------------------------------------------
________________
મૃત્યુને જીતનારે યોગ
૧૪૭
એ પછી લાંબા વખત સુધી શાંતિ રહી. બ્રહ્મ ગુસપુસ કરતા હોય એવા સ્વરમાં આખરે એ શાંતિનો ભંગ કર્યો. કોઈક નવી હકીકત જાણવાની ઈચ્છાથી પ્રેરાઈને મેં શિક્ષક તરફ જવા માંડયું.
કાલે રાતે મારા ગુરુ મારી સામે પ્રકટ થયા. તેમણે મને તમારે વિશે કહેવા માંડયું. તેમણે કહ્યું કે તારા મિત્ર – સાહેબ જ્ઞાન પ્રાપ્તિ માટે ઉત્સુક છે. ગયા જનમમાં તે આપણી સાથે હતા. તે યોગાભ્યાસ કરતા હતા, પરંતુ આપણી પદ્ધતિ પ્રમાણેને નહિ. અત્યારે એ અંગ્રેજ થઈને આપણા દેશમાં આવ્યા છે. પહેલાંનું જ્ઞાન એ ભૂલી ગયા છે. છતાં એ વિસ્મૃતિ કામચલાઉ છે. કોઈક ગુરુની કૃપા નહિ થાય ત્યાં સુધી પૂર્વજન્મનું એ જ્ઞાન નહિ જાગે. એ જ્ઞાનની જાગૃતિ માટે ગુરુના અલૌકિક સ્પર્શની આવશ્યકતા છે. એમને કહેજે કે એ વહેલી તકે ગુરુની પ્રાપ્તિ કરશે. તે પછી પ્રકાશ આપોઆપ પેદા થશે એ નિશ્ચિત છે. એમને ચિંતાનો ત્યાગ કરવાનું કહી દે. એ નહિ થાય ત્યાં સુધી તેઓ આ દેશ નહિ છોડી શકે. પ્રારબ્ધનો લેખ એ જ છે કે આપણને એ ખાલી હાથે નહિ છોડી જાય.'
હું આશ્ચર્યચકિત થઈને પાછા હઠયો.
ફાનસનો પ્રકાશ અમારા પર પડી રહ્યો હતો. એ પીળા જેવા પ્રકાશમાં જોઈ શકાયું કે યુવાન દુભાષિયાની મુખાકૃતિ આશ્ચર્યથી ચકિત તથા પ્રભાવિત બની ઊઠી.
“તમે હમણાં ન કહ્યું કે તમારા ગુરુ દૂર નેપાળમાં છે?” ઠ૫ દેતો હોઉં તેમ મેં કહેવા માંડયું.
એ અત્યારે પણ ત્યાં જ છે.'
તો પછી પૃથ્વી પર એક રાતમાં એ બારસો માઈલની મુસાફરી કેવી રીતે કરી શકે?’
બ્રહ્મ સૂચક સ્મિત કર્યું.
“અમારી વચ્ચે ભારતનું વિશાળ ભૌતિક અંતર હોવા છતાં, મારા ગુરુ સદાય મારી સાથે જ હોય છે. કોઈ પણ પ્રકારના કાગળ કે
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ભારતના આધ્યત્મિક રહસ્યની ખેાજમાં
સંદેશવાહક વિના મને એમનો સંદેશ મળ્યા કરેછે. એમનો સંકલ્પ હવામાંથી દેાડતો આવે છે. એ મને મળે છે અને હું સમજી શકુ છું.’ • વિદ્યુત્સંદેશ ? ’
તમે એમ માનો તો એમ.’
C
મારે ઊઠવાનો વખત થયેા હોવાથી હું ઊભા થયા. અમે ચાંદનીમાં છેલ્લે વિહાર કરવા સાથે ચાલી નીકળ્યા, અને બ્રહ્મના મકાનથી બહુ દૂર નહિ એવા મ ંદિરની પ્રાચીન દીવાલા પાસેથી પસાર થયા. રસ્તા પર પથરાયેલાં સુદર તાડવ્રુક્ષાની ૫ક્તિએ પાસે આવીને અમે અટકા. ત્યારે જુદીજુદી અસંખ્ય ડાળીઓમાંથી ચંદ્ર ડેાકિયાં કરતો હતા.
વિદાય દેતી વખતે શ્રશ્ને ગણગણાટ કર્યો :
'
તમને ખબર છે કે મારી સંપત્તિ ઘણી ચૈાડી છે. આ વસ્તુનું મૂલ્ય મારે મન ઘણું મેાટુ' છે. તે તમે ગ્રહણ કરો.’
ડાબા હાથની ચાથી આંગળી પકડીને એમણે કશુંક કાઢયુ પછી જમણા હાથની હથેળી આગળ ધરી. ચંદ્રનાં કિરણેામાં એની મધ્યમાં મેં એક સાનાની વીંટી ચમકતી જોઈ. લાલ અને ભૂખરા ર્ગના આંકાવાળા લીલા પથ્થરને આઠ પાતળા અંકાડા વીંટી વળેલા. અમે છૂટા પડતી વખતે ભેટવા ત્યારે બ્રહ્ને એ વીંટી મારા હાથમાં મૂકી, એ એકાએક મળેલી ભેટનો અસ્વીકાર કરવાનો પ્રયાસ મેં કરી જોયા, પર ંતુ નિશ્ચયાત્મક રીતે મારા પર દબાણ કરીને મારા ઇનકારને એમણે માન્ય ન રાખ્યા.
(
યેાગની સાધનામાં આગળ વધેલા એક મહાપુરુષે મને આ વીંટી ભેટ આપેલી. એ દિવસેામાં જ્ઞાનની પ્રાપ્તિ માટે હું લાંબાલાંબા પ્રવાસ કરતા. હવે તમે તેને પહેરી લેા એવી મારી પ્રાર્થના છે.’ મે' એમનો આભાર માન્યા અને વિનોદમાં પૂછ્યું : “ આનાથી મારું ભાગ્ય સારું બનશે ?'
Page #132
--------------------------------------------------------------------------
________________
મૃત્યુને જીતનારો યોગ
૧૪૯
“ના. એવું તે નહિ થઈ શકે. પરંતુ આ પથ્થરમાં એક જાતની અલૌકિક શક્તિ છે. એ શકિતને લીધે તમે મોટા મોટા ગુપ્ત સંતોના સહવાસમાં સહેલાઈથી આવી શકશે, એટલું જ નહિ પણ તમારી પોતાની સુષુપ્ત દૈવી શક્તિને પણ જગાડી શકશે. એ હકીકત સ્વાનુભવથી સમજી શકશે. જયારે એવી જરૂર લાગે ત્યારે વીંટીને પહેરી લેજે.”
છેટલી મિત્રતાભરી વિદાય પછી અમે અમારે રસ્તે છૂટા પડ્યા.
વિચારોથી વીંટળાયેલા મગજ સાથે મેં ધીમેધીમે ચાલવા માંડ્યું. બ્રહ્મના દૂર રહેતા ગુરુના સંદેશ પર હું વારંવાર વિચાર કરવા માંડયો. એ સંબંધમાં શંકા કરવાનું કોઈ કારણું નહોતું. મારી માન્યતા ને શંકાશીલતા વચ્ચે મારા હૃદયમાં તીવ્ર ઘર્ષણ ચાલતું હોવા છતાં મેં બને તેટલી શાંતિ રાખી.
સેનાની વીંટી તરફ દષ્ટિપાત કરીને મેં મારી જાતને પૂછયું, કે આવી નાનકડી વીંટીમાં આવી શક્યતા કેવી રીતે હોઈ શકે ? માનસિક કે આત્મિક રીતે મને કે બીજાને એની અસર કેવી રીતે પહોંચી શકે એ મને ન સમજાયું. માન્યતા અંધવિશ્વાસની ઉપરવટ જવા લાગી. છતાં બ્રહ્મને એની શક્તિની સચ્ચાઈમાં ઊંડો વિશ્વાસ હતો. એ શું સંભવિત છે ? મારે જાણે કે ઉત્તર આપવા માટે બાધ્ય બનવું પડયું કે આ વિચિત્ર દેશમાં બધી જ વસ્તુઓ સંભવિત હોઈ શકે છે. પરંતુ બુદ્ધિ પાછી મદદે દેડી અને પ્રશ્નોની પરંપરા રજૂ કરવા માંડી.
ગહન વિચારમાં ડૂબીને મેં આવેગવશ થઈને આગળ ને આગળ ચાલવા માંડયું. એટલામાં તો મને ઠેસ વાગી ને મારું કપાળ ભટકાયું. ઉપર જોયું તે ચિત્તાકર્ષક તાડનું વૃક્ષ દેખાયું. એની ડાળીઓ વચ્ચે આગિયા ઠેકઠેકાણે નૃત્ય કરતા હતા, - ભા. આ. ૨. છે. ૧૦
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
રાતના આકાશનો રંગ ઘેરે વાદળી હતે. શુકને અત્યંત તેજસ્વી તારો આપણી પૃથ્વીની તદ્દન પાસે દેખાતો. ચાલતી વખતે રસ્તા પર અનંત શાંતિ ફરી વળવા લાગી. એક જાતની ગહન સ્તબ્ધતાએ મને ઘેરી લીધો. વચ્ચેવચ્ચે દેખાતાં અને મારા મસ્તક પરથી પસાર થતાં ચામાચીડિયાં એમની પાંખોને ધીમેથી હલાવતાં હતાં. આખુંય દશ્ય આનંદદાયક હતું. એકાદ ક્ષણ સુધી હું ઊભો રહ્યો. ચંદ્રના વિસ્તરતા પ્રકાશમાં સામેથી આવતો માણસ બરાબર ભૂત જેવો જ દેખાતે હતો.
ઘેર પહોંચ્યા પછી મને લાગ્યું કે રાતે મોડે સુધી મારે જાગરણ કરવાનું હતું પરોઢિયાને સમય પાસે આવ્યો ત્યારે આખરે મને ઊંઘ આવી, અને વિચારોનાં વમળો વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ ગયાં.
Page #134
--------------------------------------------------------------------------
________________
મૌનવ્રતધારી સંતપુરુષ
મારા ઇતિહાસના કાળક્રમમાં ફેરફાર કરીને, એક રસભરી મુલાકાતનું વર્ણન કરવા માટે એકાદ અઠવાડિયું પાછળ જવું પડશે. - મદ્રાસની બહારના પરાના મારા નિવાસ દરમિયાન, મને જેમનામાં રસ હતો તેવા આગળપડતા મહાપુરુષોના મેળાપ માટે અથાક પરિશ્રમ કરવાનું અને શહેરમાંની હિંદી પ્રજાની પૂછપરછ કરવાનું હું ભૂલ્યો નહોતો. મેં ન્યાયાધીશે, વકીલ, શિક્ષક, વેપારીઓ, અને એકબે પ્રખ્યાત સંતપુરુષો સાથે પણ વાત કરી. મારા મુલાકાતીઓને પણ એ બાબત પૂછી જોયું, અને મારા ધંધામાં રસ લેતા માણસો સાથે પણ થોડા કલાક વાતો કરી. મેં એક સહતંત્રીને શોધી કાઢયા. એમણે મને ખાનગીમાં જણાવ્યું કે યુવાવસ્થામાં એ યોગના ઊંડા અભ્યાસી હતા. એ વખતે એમને એક મહાપુરુષનાં ચરણોમાં બેસવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. એ રાજયોગમાં પૂર્ણાવસ્થાએ પહોંચેલા હતા, પરંતુ દસ વરસ પહેલાં એ મહાપુરુષનું અવસાન થયું છે. - અગાઉના એ શિષ્ય ઘણુ બુદ્ધિશાળી તથા રસિક હતા, પરંતુ ઉચ્ચ કોટિના યોગીઓની પ્રાપ્તિ ક્યાં થશે તેની માહિતી તે આપી શકે તેમ નહોતા.
Page #135
--------------------------------------------------------------------------
________________
ઉપર
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એ ઉપરાંત, કેટલીક ઊડતી વાતો, મૂર્ખતા ભરેલી દંતકથાઓ અને નિરાશાજનક વ્યવહાર વિના મને વધારે કશું ભાગ્યે જ મળી શક્યું. ક્રાઈસ્ટના જેવા વદન તથા ઝભભાને લીધે આશ્ચર્યકારક અસર પેદા કરી શકે તેવા એક સાધુપુરુષ સાથે મેળાપ થયો. પરંતુ એમણે જણાવ્યું કે એ પોતે જ કોઈ ઉત્તમ પ્રકારના પુરુષની પ્રાપ્તિ માટે પર્યટન કરી રહ્યા છે. પોતાની સારી જેવી ખેતીલાયક જમીનનો ત્યાગ કરીને તે ભિક્ષુક કે પરિવ્રાજક બન્યા હતા. પછાત તથા દુઃખી હિંદીઓની એક ઠેકાણે બેસીને સેવા કરવાની શરતે પોતાની જમીન એ મને આપવા તૈયાર થયા. પરંતુ અફસોસની વાત તો એ હતી કે હું પોતે જ દુ:ખી કે પીડિત હતો. એટલે એ ઉદાર માગણી મેં પાછી વાળી દીધી.
એક દિવસ એક પ્રખ્યાત યોગીપુરુષ વિશે મારા સાંભળવામાં આવ્યું. એ મદ્રાસથી અર્ધો માઈલ જેટલે દૂર રહેતા, છતાં કેઈને પરિચય પસંદ ન કરતા હોવાથી થોડા લેકે તેમને જાણી શકતા. એમની માહિતી મેળવીને મારી આતુરતા વધી ગઈ અને એમને રૂબરૂ મળવાનો મેં નિર્ણય કર્યો.
ઊંચાઊંચા વાંસને થાંભલાની વડવાળા ચોરસ કંપાઉન્ડમાં એમનું મકાન હતું. એ મકાન ખેતરના મધ્યભાગમાં તદ્દન એકાકી જેવું ઊભું હતું.
મારા સાથીદારે કંપાઉન્ડ તરફ સંકેત કર્યો.
“ગી દિવસને મોટો ભાગ ઊંડા ધ્યાનમાં ગાળે છે, એવું મારા જાણવામાં આવ્યું છે. આપણે દરવાજો ખખડાવીશું કે એમને બૂમ પાડીને બોલાવીશું તોપણ તે જગલીપણામાં ખપશે અને યોગી એ તરફ ધ્યાન પણ નહિ આપે.”
એક સાધારણ દરવાજા દ્વારા અંદર જવાતું હતું. પરંતુ એને મજબૂત તાળું હોવાથી ઘરમાં કેવી રીતે પ્રવેશ કરે તે ન સમજાયું. વાતાવરણમાં સંપૂર્ણ શાંતિ હતી. અમે ખેતરની આજુબાજુ આંટા
Page #136
--------------------------------------------------------------------------
________________
મૌનવ્રતધારી સંતપુરુષ
૧૫૩
માર્યા. બાજુની પડતર જેવી જમીનથી જરા દૂર ગયા, અને આખરે યોગીના સેવકના ઘરની માહિતી ધરાવતા એક છોકરાને પકડી પાડ્યો. લાંબી સફર પછી અમે એમના સ્થાન પર આવી પહોંચ્યા.
એ માણસ એક પગારદાર નોકર હતું. એની પત્ની તથા બીજાં કેટલાંય બાળકે એનું અનુકરણ કરતાં અમને જેવા બહાર આવ્યાં. અમે એની આગળ અમારી ઈચ્છા પ્રદર્શિત કરી, પરંતુ અમને મદદ કરવાની એણે ના પાડી. એણે દૃઢતાપૂર્વક કહ્યું કે મૌનવ્રતધારી સંતપુરુષ છૂટાછવાયા મુલાકાતીઓને નથી મળતા, પરંતુ તદન એકાંતમાં રહે છે. એમના દિવસે ઊંડી ધ્યાનાવસ્થામાં પસાર થઈ રહ્યા હોવાથી, જે દરેકને એમના એકાંતમાં ભંગ પાડવાની અનુજ્ઞા આપવામાં આવે તો, એમને મોટું નુકસાન થાય. | નેકરને મેં મને અપવાદરૂપ ગણવા કહી જોયું, પણ એ એ જ અચળ રહ્યો. અમને જે યોગીના મકાનમાં પ્રવેશ કરવાની રજા આપવામાં નહિ આવે તો સરકારને વચ્ચે પડવું પડશે, એવી અયોગ્ય ધમકી પણ એકમેકની સામે આંખના ઈશારા કરતાં મારા મિત્રે આપી જોઈ. એ પછી ગરમાગરમ ચર્ચા ચાલી. ધમકીની સાથેસાથે મેં ઉદાર બક્ષીસનું પ્રલોભન પણ રજૂ કર્યું, અને એને પરિણામે નેકરે તરત જ નમતું મૂકયું ને એ ફેંચી લઈને આવી પહોંચ્યો. મારા સાથીદારે જણાવ્યું કે એ એક પગારદાર નેકર જ છે; કારણ કે જો તે સંતપુરુષને વ્યક્તિગત શિષ્ય હોત તે ધાકધમકી કે પૈસાને પ્રલોભનથી પણ ન ચળ્યો હોત.
કંપાઉન્ડના દરવાજા પાસે આવીને કરે લોઢાનું મોટું તાળું ઉઘાડી નાખ્યું. નોકરે જણાવ્યું કે સંતની પાસેની વસ્તુઓ એટલી બધી ઓછી છે કે એમને તાળાફેંચીની જરૂર નથી પડતી. એમને બહારથી બંધ કરવામાં આવે છે. દિવસમાં બે વાર નોકર એમની મુલાકાત લે છે ત્યારે જ એ બહાર નીકળી શકે છે. અમને વધુમાં એવી માહિતી મળી કે સંતપુરુષ આખા દિવસ દરમિયાન એમની
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
સમાધિમાં મગ્ન રહે છે, પરંતુ સાંજે થાડાંક ફળ, મીઠાઈ તે એકાદ પ્યાલે! દૂધ લે છે. કેટલીક સાંજ એવી જાય છે કે જ્યારે એ ખારાકને અડતા પણ નથી. અંધારું થતાં કાઈ કાઈ વાર એ સ ંતપુરુષ પેાતાની કુટિરમાંથી બહાર આવે છે, જોકે એમનેા એકમાત્ર વ્યાયામ ખેતરામાં કરવામાં જ સમાઈ જાય છે.
કંપાઉન્ડ ઓળગીને અમે એક આધુનિક ઢબની કુટિર પાસે આવી પહેાંચ્યા. એ કુટિર પથ્થરની લાદી તથા રંગેલા લાકડાના થાંભલાની બનેલી હતી. નાકરે બીજી કૂંચી કાઢીને કુટિરનું ભારે દ્વાર ખાલી નાખ્યું. એવી બધી સાવચેતીએ જોઈને મને નવાઈ લાગી. કારણ કે નાકરે કહેલું કે યાગીની સંપત્તિ બહુ જ ઘેાડી છે. એ જોઈને નાકરે એનો ખુલાસે કરતાં એક નાનકડી કથા કહી બતાવી.
ઘેાડાંક વરસે પહેલાં એ મૌની સંતપુરુષ કાઈ પણ પ્રકારના તાળા કે પ્રવેશદ્વાર પરની બીજી બધી વગર કુટિરમાં રહેતા હતા. પરંતુ એક અમંગલ દિવસે તાડી પીધેલા એક માણુસ અંદર આવ્યા અને સંતની અસહાય અવસ્થાનો લાભ લઈને એમના પર પ્રહાર કરવા માંડયો. એણે એમની દાઢી ખે`ચી કાઢી, એમને લાકડીથી મારવા માંડવા, અને ખરાબ ગાળેા દીધી.
એટલામાં દડાની રમત રમવા ખેતરમાં આવેલા કેટલાક યુવકાનું ધ્યાન એ બાજુ ખેચાયું. એમણે હુમલાના અવાજ સાંભળ્યેા. કુટિરમાં પ્રવેશીને એમણે હુમલાખારથી સંતની રક્ષા કરી, અને એમનામાંના એક બાજુનાં ધરામાં પહેાંચી જઈને બીજાને ખભર પહેાંચાડી. થાડા વખતમાં તેા ઉત્તેજિત થયેલા લેાકેા ત્યાં એકઠા થયા અને પવિત્ર સતપુરુષને મારવાની દુષ્ટતા કરનારા પેલા લફંગા નશાબાજને મારવા માંડયો. એ લક્ગા માણસ માટે મરણુતાલ નવાની શકયતા ઊભી થઈ.
એ આખીય ઘટના દરમિયાન સતપુરુષ એક આદર્શ વિરક્ત પુરુષની પેઠે શાંત તથા સહનશીલતાથી સ ંપન્ન રહ્યા. પરંતુ છેવટે એમણે હસ્તક્ષેપ કર્યાં ને નીચેનો સંદેશ લખી બતાવ્યેા :
:
Page #138
--------------------------------------------------------------------------
________________
મોનવ્રતધારી સંતપુરુષ
૧૫૫ “આ માણસને મારવાનો અર્થ મને મારો એવો જ છે. એટલે એને છોડી મૂકે. મેં એને માફ કર્યો છે.”
સંત પુરુષના શબ્દો એક જાતના લખ્યા વિનાના કાયદા જેવા હોવાથી, એમની વિનતિનો અનિષ્ઠાપૂર્વક અમલ કરવામાં આવ્યો અને હરામખોરને છેડી મૂકવામાં આવ્યો.
ખો. એના પર વખતે દીવાહી નાખીને
સંતપુરુષ સમાધિમાં ડૂખ્યા હોવાથી નોકરે ઓરડામાં ડોકિયું કરીને અમને એકદમ ચૂપ રહેવાની આજ્ઞા કરી. હિંદુ રીતભાત મુજબ અનિવાર્ય મનાય છે તે પ્રમાણે, મેં મારા બૂટ કાઢી નાખીને એાસરીમાં મૂકી દીધા. મસ્તક નમાવતી વખતે દીવાલ પર મને એક સપાટ પથ્થર દેખાય. એના પર તામિલ ભાષામાં લખ્યું હતું ઃ મૌનવ્રતધારી સંતપુરુષનું નિવાસ્થાન.” મારા સાથીદારે એનો અનુવાદ કરી બતાવ્યો.
એ એક ખંડવાળી કુટિરમાં અમે પ્રવેશ કર્યો. એ કુટિર ઊંચી, સરસ રીતે ઢંકાયેલી, અને ઊડીને આંખે વળગે એવી ચેખ્ખી હતી. એના મધ્યભાગમાં આરસની એકાદ ફૂટ ઊંચી વ્યાસપીઠ બનાવવામાં આવી હતી. ઉત્તમ પ્રકારની ઈરાની જાજમથી એને શણગારાયેલી હતી. એ જાજમ પર મૌની સંતપુરુષ વિરાજમાન થયેલા દેખાયા.
કાળા રંગની ચળકતી ચામડીવાળા, ટટાર શરીરના, અને બ્રહ્મ મને કરી બતાવેલાં યોગાસનોમાંનું એકમાં આસીન થયેલા, એક સુંદર પુરુષની કલ્પના કરો. ડાબા પગને શરીરની નીચેના ભાગમાં દબાવીને જમણા પગને ડાબા સાથળ પર રાખીને એમણે સિદ્ધાસન કર્યું હતું. એમની પીઠ, ગરદન અને એમનું મસ્તક એકદમ સીધી લીટીમાં હતાં. લાંબાં કાળાં ગૂંચળાંવાળા એમના વાળ લગભગ ખભા સુધી ફેલાયેલા હતા, અને મસ્તક પરથી ગીચ રીતે લટકતા. એમને નાની કાળી દાઢી હતી. હાથ ઘૂંટણ પર લગાડેલા હતા. એમનું શરીર સુદઢ, માંસલ તથા સંપૂર્ણ આરોગ્યવાળું હતું. કમર પર એમણે એક નાનોસરખે ટુકડે વીંટેલે એટલું જ.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૫૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એમની મુખાકૃતિ જોતાંવેંત જ મારા સ્મૃતિપટ પર એક એવા માનવની મુખાકૃતિ તાજી થઈ જેના પર જીવન પરના વિજયનું સ્મિત શોભી રહ્યું છે, અને આપણા જેવા નિબળતાથી ભરેલા માનવો ઇચ્છાઓ કે અનિચ્છાએ જેમનો શિકાર થાય છે તે નબળાઈઓને જેણે જીતી લીધી છે. મુખાકૃતિ જાણે કે હમણાં જ હસી ઊઠશે એવું લાગતું હતું. નાક નાનું ને સીધું હતું, આંખ ખુલ્લી હતી. એ અનિમેષ દૃષ્ટિથી જોતી ભ્રમરપ્રદેશમાં સ્થિર થઈ હતી. એ મહામાનવ બિલકુલ હાલ્યા ચાલ્યા વગર કોરી કાઢેલી પથ્થરપ્રતિમાની પેઠે બેઠા હતા. | મારા સાથીદારે મને શરૂઆતમાં માહિતી આપેલી કે મૌની સંત સાચેસાચ પોતાની અંદરની દુનિયામાં ડૂબી ગયા છે, એમની ચિત્તવૃત્તિ કામચલાઉ લીન થઈ છે, અને એમની આજુબાજુના વાતાવરણનું ભાન એમને જરા પણ નથી રહ્યું. એ સંતપુરુષનું બારીકાઈથી નિરીક્ષણ કરવા છતાં એમની ઊંડી સમાધિદશા વિશે શંકા કરવાનું કઈ જ કારણ મને ન દેખાયું. મિનિટો કલાકોમાં વધારે કરતી ગઈ છતાં એ એવા જ સ્થિર રહ્યા.
મારા પર સૌથી વધારે પ્રભાવ તો એ વાતનો પડો કે એ બધા જ વખત દરમિયાન એમની આંખનું મટકું પણ ન પડયું, પાંપણને પડવા દીધા વિના બે કલાક સુધી સ્થિર રીતે એક જ આસન પર બેસીને જોઈ રહેનાર મનુષ્યનું દર્શન મને આજ સુધી નહોતું થયું. ધીમેધીમે, મને એ નિર્ણય પર પહોંચતાં વાર ન લાગી કે ગીની આંખ જે હજી પણ ખુલ્લી હોય તો એ દેખતી તે નથી જ. મન જાગ્રત હોય તે પણ આ પાર્થિવ દુનિયામાં તે જાગ્રત નથી જ. એમના શરીરની બધી જ શક્તિઓ શાંત થઈ છે. વચ્ચેવચ્ચે એમની આંખમાંથી એકાદ અશ્રુબિન્દુ ટપકી પડતું, - આંખની પાંપણ સ્થિર હોવાથી અશ્રુવાહિની પિતાનું કામ બરાબર કરી શકતી નહોતી એ સ્પષ્ટપણે દેખાઈ આવતું.
Page #140
--------------------------------------------------------------------------
________________
મૌનવ્રતધારી સંતપુરુષ
૧૫૭
છાપરા પરથી એક ગરોળી નીચે ઊતરી, જાજમ પર ફરવા માંડી, સંતના પગ પર ચડી ગઈ, અને સંગેમરમરની વ્યાસપીઠની પાછળ જતી રહી. પથ્થરની દીવાલ પર ચડી હોત તપણુ ગીના પગ કરતાં તેને તે વધારે સ્થિર ન લાગત. માખીઓ એમના મોઢા પર અવારનવાર બેસતી તથા એમની કાળી કાયા પર પણ ફરી વળતી, છતાં એમને કશી અસર ન થતી. કાંસાની મૂર્તિ પર જે ફળી વળત પણ એવી જ અસર જોવા મળત.
એમના શ્વાસનું નિરીક્ષણ કરતાં એ તદ્દન ધીમે, અનુભવી શકાય નહિ તેવો, સાંભળવો મુશ્કેલ, છતાં તદ્દન નિયમિત લાગ્યો. શરીરમાં જીવન હજી શેષ છે એવું બતાવતી એ એક જ નિશાની બાકી રહી હતી.
એમની પ્રભાવશાળી આકૃતિનો એકાદ ફેટો લેવાનો નિર્ણય કરીને મારો કૅમેરા કાઢી જમીન પર બેઠેબેઠે મેં એમની સામે ધર્યો. ઓરડામાં બરાબર પ્રકાશ ન હોવાથી મેં બે વાર એને મેળવવાનો પ્રયાસ કર્યો.
મેં ઘડિયાળ સામે જોયું તો બે કલાક પસાર થઈ ચૂકેલા. છતાં લાંબી સમાધિમાંથી એમના ઊઠવાનું કોઈ ચિહ્ન દેખાતું નહોતું. યેગી પથ્થરની પ્રતિમા પેઠે દઢ હતા.
એમની મુલાકાત લેવાના મારા હેતુની સિદ્ધિ માટે આ દિવસ ત્યાં રહેવાની મારી તૈયારી હતી. પરંતુ નોકરે ધીમા સ્વરે જણાવ્યું કે વધારે રાહ જોવી નકામી છે. એથી કોઈ ફાયદો નહિ થાય. એકબે દિવસમાં પાછા આવવાથી કદાચ લાભ થાય : બાકી એ કશું જ ચોકકસપણે ન કહી શકે.
અમે કામચલાઉ હાર્યા હોઈએ તેમ બહાર નીકળ્યા ને શહેરની દિશામાં ડગલાં ભરવા માંડ્યાં. મારે રસ ઘટવાને બદલે ઊલટો વધ્યું હતું,
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એ મૌનવ્રતધારી સંતના સંબંધમાં ડીઘણી માહિતી મેળવવા પ્રયાસ મેં તે પછીના બે દિવસ દરમિયાન કરી જોયો. એ પ્રયાસમાં એમના નોકરની લાંબી ઊલટતપાસથી માંડીને પોલીસ ઈન્સ્પેકટર સાથેની ટૂંકી મુલાકાત જેવી વિસ્તૃત, વાર્તાલાપથી ભરેલી, તપાસનો સમાવેશ થઈ જતો હતો. એવી રીતે એ સંતપુરુષની કથાને ડોક સારાંશ મેળવવામાં મને સફળતા મળી.
આઠ વરસ પહેલાં એ મદ્રાસ જિલ્લામાં આવેલા. એ કોણ છે, શું છે, કે ક્યાંથી આવ્યા છે, તેની કોઈને ખબર નહોતી. એમની અત્યારની કુટિરની પાસેની પડતર જમીનને એમણે એમનું આશ્રય
સ્થાન કર્યું. જિજ્ઞાસુ લેકાએ પ્રયત્ન કરવા છતાં એમના તરફથી કશે જવાબ ન મળ્યો. એ કોઈની સાથે બોલતા નહિ, કઈ જાતના શબ્દો કે મનુષ્યો તરફ ધ્યાન ન આપતા, અને કોઈ જાતની આકસ્મિક ચર્ચામાં પણ ઊતરતા નહિ. હાથમાં કમંડલ લઈને એ સમયસર ભિક્ષા માગી આવતા.
એ અનાકર્ષક વાતાવરણની વચ્ચે, સૂર્યનો આકરે અસહ્ય તાપ હોય, ચોમાસાને ભારે વરસાદ હોય, ધૂળ ઊડતી હોય કે જુદીજુદી જાતનાં જતું હોય તો પણ એમણે દિવસો સુધી બેસી રહેવાનું ચાલુ રાખ્યું. બાહ્ય સંજોગોમાં શાંત અને નિર્વિકાર રહીને એમણે કદી પણ કઈ આશ્રય શોધવાનો પ્રયાસ ન કર્યો. કમર પરના એક સાધરણ ટુકડા સિવાય એમના મસ્તક કે શરીરને બીજા કશાનું રક્ષણ નહોતું.
એમના યોગાસનમાં પણ કશો ફેરફાર ન થયો. ખુલ્લી જગ્યામાં જાહેર રીતે બેસીને લાંબા વખત સુધી ઊંડા ધ્યાનમાં ડૂબી જવાની ઈચ્છાવાળા યોગી માટે મદ્રાસ જેવા શહેરને સીમાવિસ્તાર ભાગ્યે જ અનુકૂળ કહેવાય. પ્રાચીન ભારતમાં કદાચ એવા વર્તનને લીધે મોટું માન મળ્યું હતું, પરંતુ આધુનિક યુગીને તો પિતાની યોગસાધના માટે વેરાન વનપ્રદેશે, જંગલનાં સ્થાને, પર્વતની ગુફાઓ
Page #142
--------------------------------------------------------------------------
________________
મૌનવ્રતધારી સંતપુરુષ
૧૫૯
અથવા પોતાના ઓરડાના એકાંતમાં જ વધારે અનુકૂળ વાતારવણ લાગતું હોય છે.
તો પછી આ અવનવા યોગીપુરુષે ધ્યાનની સાધના માટે આવી પ્રતિકૂળ જગ્યા કેમ પસંદ કરી ? એક કમનસીબ બનાવે એનો ખુલાસો પૂરો પાડ્યો.
એક દિવસ મવાલી જેવા અજ્ઞાની યુવકની ટાળીએ એ એકાંતવાસી યોગીની પાસે આવી એમને હેરાન કરવા માંડ્યા. શહેરમાંથી નિયમિત રીતે એ લેકે પથ્થર ફેંકવા, ગંદકી નાખવા, અને ગાળો દેવા તથા ઠઠ્ઠામશ્કરી કરવા આવવા લાગ્યા. યોગીમાં એમને સામનો કરવાની સંપૂર્ણ શક્તિ હોવા છતાં, એ શાંતિપૂર્વક બેસી રહેતા, અને ધીરજપૂર્વક બધું સહન કરતા. એમને મૌનવ્રત હોવાથી કોઈ પણ જાતનો ઠપકે પણ ના આપતા.
એ તેફાનીઓની પ્રવૃત્તિ ચાલુ જ રહી. એ લેકે યોગીને રંજાડતા હતા ત્યારે તેમની પાસેથી એક અજાણ્યો પુરુષ પસાર થયો. એક સંતપુરુષની એવી હેરાનગતિ થતી જોઈને એને ઘણું દુઃખ થયું. એમણે મદ્રાસ જઈને પોલીસને ખબર આપી અને મૌનવ્રતધારી યોગી માટે મદદ માગી. મદદ તરત જ આવી પહોંચી અને નીચ લેકેને સખત ધાકધમકી આપીને વિખેરી નાખવામાં આવ્યા.
એ ઘટના પછી એક પોલીસઅમલદારે યોગી વિશે માહિતી મેળવવાની કોશિશ કરી, પરંતુ એમને વિષે માહિતી ધરાવનારો એકે માણસ એને ન મળે. એટલે ગીની પૂછપરછ કરવાની એને ફરજ પડી, અને કાયદાના હક સાથે એ ફરજ એણે પૂરી કરી. કેટલીય આનાકાની પછી યોગીએ સ્લેટ પર સંક્ષેપમાં લખ્યું:
“હું મારાકાયારનો શિષ્ય છું. મારા ગુરુએ મને મેદાને ઓળગીને દક્ષિણમાં મદ્રાસ આવવાની આજ્ઞા કરેલી. આ જમીનનું એમણે વર્ણન કરેલું, અને મને તે ક્યાં મળશે તે પણ કહી બતાવેલું. સંપૂર્ણ સિદ્ધિ ન મળે ત્યાં સુધી અહીં રહીને યોગની નિયમિત
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૬૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
સાધના કરવાની એમણે સૂચના આપેલી. મેં દુન્યવી જીવનનો ત્યાગ કર્યો છે. અને એકાંતમાં રહેવાની ઈચ્છા રાખું છું. મદ્રાસમાં જે બને છે તેમાં મને રસ નથી. હું આત્મિક વિકાસને માર્ગે જ આગળ વધવાની ઈચ્છા રાખું છું.'
અમલદારને સંતોષ થયો કે આ પુરુષ એક ઉત્તમ પ્રકારના સાચા યોગી છે. એટલે હરામખોરોની સામે રક્ષણ કરવાનું વચન આપીને એ પાછા ગયા. મારાકાયાર તાજેતરમાં મૃત્યુ પામેલા સુપ્રસિદ્ધ મુસલમાન સંત હતા એવી માહિતી મેળવતાં એમને વાર ન લાગી.
જૂની કહેવત મુજબ “બૂરામાંથી ભલું પેદા થાય છે. એ કમનસીબ પ્રસંગને પરિણામે એ સંતપુરુષ મદ્રાસના શ્રીમંત ને ધાર્મિક પ્રજાજનોમાં પ્રખ્યાત થઈ ગયા. એમણે શહેરમાં સરસ મકાન પૂરું પાડવાનું પ્રલોભન આપવાનો પ્રયાસ કરી જોયો, પરંતુ પોતાના ગુરુની આજ્ઞાનો અનાદર કરવા યોગી તૈયાર ન થયા. છેવટે જે જમીન છોડવાનો એમણે ઈનકાર કર્યો હતો તે જ જમીનની બાજુમાં એમના એક નવા ભકતે એમને પથ્થર તથા લાકડાનો નાનો બંગલ. બાંધી આપે. યોગી એમાં રહેવા માટે સંમત થયા, અને એનું છાપરું પણ ઘણું સારું હોવાથી જુદીજુદી ઋતુઓની અગવડતાની સામે ત્યારથી પિતાનું બરાબર રક્ષણ મેળવી શક્યા.
એમના ભક્તને એમના અંગત સેવક તરીકે પસંદ કરવામાં આવ્યા. એ સેવક તરફથી એમને ભોજન પૂરું પાડવામાં આવતું હોવાથી એમને કેઈની પાસે યાચના કરવાની જરૂર ન રહી. ગુરુ મારાકાવારને આવા દુઃખદાયક અનુભવનું આવું સુખકારક પરિણામ આવશે, એની ખબર પ્રથમથી હેય કે નહિ, પરંતુ એમના શિષ્યની અંતિમ અવસ્થા આરંભની અવસ્થા કરતાં વધારે સારી હતી.
મને કહેવામાં આવ્યું કે એ મૌનવ્રતધારી સંતની કઈ શિષ્ય જ નથી. એ કઈ શિષ્યની ઈચ્છા નથી રાખતા અને કાઈને સ્વીકારતા પણ નથી. પિતાની જ આત્મિક મુક્તિની પ્રાપ્તિ માટે એકાંતમાં
Page #144
--------------------------------------------------------------------------
________________
મૌનવ્રતધારી સંતપુરુષ
૧૬૧
રહેવાની ઈચ્છાવાળા, અલગતામાં માનનારા માનમાંના એ એક હતા. જે મનુષ્યની આત્મિક મુક્તિની કશી કિંમત હોય તે, આપણી પશ્ચિમી દૃષ્ટિથી વિચાર કર્યા પ્રમાણે, એને પ્રાપ્ત કરવાની આખીય વૃત્તિ દેખીતી રીતે જ સ્વાર્થી દેખાશે. છતાં દારૂડિયાઓ માટેની પ્રખર સહાનુભૂતિ તથા યુવાન હુમલાખોરોનો બદલો લેવાનો ઈનકાર જોતાં આપણને આશ્ચર્ય થાય છે કે એ એટલા બધા સ્વાર્થી હોઈ શકે કે કેમ.
બે બીજા પુરુષની સાથે એ મૌનવ્રતધારી સંતની ફરી મુલાકાત લેવાનો પ્રયત્ન મેં કરી જે. એમાંના એક તે મારા દુભાષિયા હતા, અને બીજા પુરુષ બીજા કોઈ નહિ પરંતુ મને આટલું બધું શીખવનાર યોગી બ્રહ્મ, જેમને હું પ્રેમપૂર્વક અડિયારના યોગી કહેતો તે હતા. બ્રહ્મ કદી શહેરમાં આવવાની દરકાર ન રાખતા, પરંતુ શહેરની મારી મુલાકાતનો ઉદેશ મેં એમને સમજાવ્યો અને એમને મારી સાથે આવવા વિનતિ કરી, એટલે એ જરા પણ આનાકાની કર્યા વગર તૈયાર થયા.
કંપાઉન્ડમાં અમને એક બીજા મુલાકાતીનો મેળાપ થયો. એમણે પોતાની મોટી મેટર રસ્તા પર મૂકી હતી અને એ જ ઉદ્દેશથી ખેતરોમાં થઈને આવ્યા હતા. એ પણ મૌની સંતનાં દર્શન માટે ઉત્સુક હતા. પિતાની ટૂંકી વાતચીત દરમિયાન એમણે કહ્યું કે ટિહરી ગઢવાલના નાના સ્ટેટની રાણીના એ ભાઈ છે. એમણે એમ કહ્યું કે સંતના જીવનનિર્વાહ માટે નિયમિત રીતે મદદ કરતા હોવાથી, એ પણ એમના આશ્રયદાતામાંના એક છે. એ પોતે મદ્રાસની ઊડતી મુલાકાતે આવેલા, પરંતુ સંતનું દર્શન કરીને એમના આશીર્વાદ મેળવ્યા વિના પાછા જઈ શકે તેમ નહોતા. એમણે કહેલી વાત પરથી આશીર્વાદની કિમત હું સમજી શક્યો.
ગઢવાલના રાજદરબારની એક સ્ત્રીને ભયંકર રોગથી પીડાતું એક બાળક હતું. એ સ્ત્રીએ અકસ્માત આ મૌની સંતની માહિતી
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
મેળવી. એની આતુરતા એટલી બધી વધી ગઈ કે એણે મદ્રાસ જઈને છેકરાને સાજો કરવા યેાગીના આશીર્વાદની યાચના કરવાના નિય કર્યાં. આશીર્વાદ મળી ગયા અને તે જ દિવસથી બાળકને અજબ રીતે સારું થવા માંડયુ. યેાગીના દર્શન માટે આવનાર રાણીને પણ એ બનાવની ખબર પડી. રાજાએ એમને એ છસેા રૂપિયાની શૈલી અર્પણ કરી, પણ એમણે એ લેવાની ના પાડી, રાણીએ દબાણ કર્યું.... એટલે એમણે લખીને સૂચવ્યું ? એ રકમના ઉપયેાગ એમને વધારે એકાંત મળી શકે તે માટે કુટિરની આસપાસ વાડ કરવા માટે કરવા. રાણીએ એવું કરવાની વ્યવસ્થા કરી, અને એવી રીતે વાંસની વાડ તૈયાર થઈ.
પરિચારકે કુટિરમાં અમને દાખલ કર્યાં. આ વખતે પણ અમે અમારી પહેલી મુલાકાત દરમિયાન યાગીને જે સમાધિ જેવી દશામાં જોયેલા એ જ દશામાં ડૂબેલા જોયા.
સંગેમરમરની વ્યાસપીઠ પર બેઠેલા એ ઊંચા, ભવ્ય, કાળી દાઢીવાળા, મહાન પુરુષની સામે અમે શાંતિથી જમીન પર ધીરજપૂર્ણાંક પ્રતીક્ષા કરતાં બેસી ગયા. દેઢેક કલાક થઈ ગયા એટલે સંતપુરુષના શરીરમાં શક્તિસંચાર થતા હેાય એવાં ચિહ્નો દેખાવા લાગ્યાં. એમને શ્વાસ ઊ'ડો કે ઘેરા બન્યા ને સ્પષ્ટ થયા. પાંપણા હાલવા લાગી, આંખના ડોળા ભયજનક રીતે ફરવા લાગ્યા. એની અંદરની સફેદી ચમકવા માંડી, અને પછી એ ડોળા સ્થિર થયા. એમના પેટમાં પણ થાડુંક હલનચલન જોઈ શકાયુ..
પાંચેક મિનિટ પછી સંતની આંખના ભાવેા એવા તા બદલાઈ ગયા કે પેાતાની આજુબાજુની પરિસ્થિતિથી એ વાક્ હાય એવુ' લાગ્યુ. એમણે દુભાષિયાની સામે ધ્યાનપૂર્વક જોયું, માથું ઝડપથી ફેરવીને બ્રહ્મની તથા બીજા મુલાકાતી તરફ નજર ફેરવી, તથા ફરી વાર માં ફેરવી મારી તરફ દષ્ટિપાત કર્યો.
Page #146
--------------------------------------------------------------------------
________________
મૌનવ્રતધારી સંતપુરુષ
૧૬૩
એ તકને લાભ લઈ મેં એમની આગળ કાગળનું પેડ તથા પેનસિલ મૂક્યાં. થોડી વાર અચકાઈને એમણે પેનસિલ લીધી અને તામિલ ભાષામાં મોટા સરસ અક્ષરે લખવા માંડયું :
પેલા દિવસે આવીને ફોટા પાડવાનો પ્રયાસ કેણે કરેલે ?”
મેં એ કામની કબૂલાત કરી. સાચું જોતાં મારો પરિશ્રમ નકામે ગયેલે કારણકે એક પણ ફેટ સાફ નહોતો આવ્યો.
એમણે ફરી વાર લખ્યું :
“ઊંડા ધ્યાનમાં ડૂબેલા યોગીઓના દર્શને ફરીથી જાઓ ત્યારે એવું કરીને એમની શાંતિમાં ભંગ ના પાડતા. પહેલેથી મંજૂરી મેળવ્યા વિના એમની પાસે આકસ્મિક રીતે પહોંચી જઈને એમના ધ્યાનમાં ખલેલ ના પહોંચાડતા. મારા સંબંધમાં એથી કશે ફેર નથી પડતો. છતાં બીજા યોગીઓનાં દર્શને જવાનું થાય ત્યારે તમને ચેતવવાની ઈચ્છાથી આ સૂચના આપી રહ્યો છું. એમને માટે એવી દખલગીરી નુકસાનકારક થઈ પડે તથા તેને પરિણામે તે તમને શાપ પણ આપી દે.
આવા મહાપુરુષના એકાંતમાં ખલેલ પહોંચાડવાનું કામ દેખીતી રીતે જ નાના અપરાધ જેવું મનાતું હોવાથી, મેં તે બદલ અફસોસ જાહેર કર્યો.
ગઢવાલની રાણીના ભાઈએ હવે સંતનાં ચરણમાં ભક્તિભાવની ભેટ ધરી. એમનું કામ પૂરું થયું એટલે ભારતના પ્રાચીન જ્ઞાનવારસામાં રસ લેનાર પુરુષ તરીકે મેં મારો પરિચય આપ્યો. મેં જણાવ્યું કે દરિયા પારના દેશમાં રહીને મેં સાંભળ્યું છે કે ભારતમાં આજે પણ ગણ્યાગાંઠયા પુરુષે છે, જેમણે યોગની નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે અને એમનાં દર્શનની મારી ઇચ્છા છે? તે તેના પર તમે ઠીક લાગે તે પ્રકાશ પાડી શકશે ?”
Page #147
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહેશ્યની ખેાજમાં
યેાગી સ્થિર અથવા અચળ રહ્યા. એમના વન પર ફાઈ જાતને મદદરૂપ ફેરફાર ન દેખાયા. પૂરી દસ મિનિટ સુધી એવેા કાઈ સંકેત ન મળ્યા કે જેના પરથી એમ માની શકાય કે એમણે મારી વિનતિ સાંભળી છે. મને થયુ કે મારી વિજ્ઞપ્તિ નકામી ગઈ. જડવાદી પશ્રિમવાસી જરા પણ પ્રકાશ મેળવવા લાયક નથી એમ એ માનતા હોય એમ લાગ્યા વિના ન રહ્યું. કૅમેરા સાથે મારા કઢંગા દુ:સાહસથી એ કદાચ નાખુશ થયા હેાય. એક બીજી જાતિના નાસ્તિક માણસ માટે એકાંતવાસી શાંત અંત પેાતાના ધ્યાનનો ત્યાગ કરે એવી મારી ઇચ્છા શુ' વધારેપડતી ન હતી ? મને એ વિચારથી ખેદ થયેા.
૧૬૪
મારો નિરાશા કવખતની હતી; કારણકે લાંબે વખતે સંતે પેનસિલ હાથમાં લીધી અને કાગળ પર કાંઈક લખવા માંડયું. લખાણુ પૂરુ થયું એટલે આગળ નમીને મે પડને દુભાષિયા તરફ ધકેલ્ક્યું. એણે ભાષાંતર કરી બતાવ્યું. લખાણનો અર્થ કરવા અઘરા
હતા.
*
દુનિયા સમસ્યાઓથી ભરેલી છે.' મેં છૂટક સ્વરે કહ્યું. સંતના હાઠ પર હાંસી કરતું આછું સ્મિત ફરકી રહ્યું.
- તમારી પેાતાની જાતને તેા તમે સમજતા નથી, પછી દુનિયાને એળખવાની આશા કેવી રીતે રાખી શકાશે ? ’
એમણે મારી આંખ તરફ્ દૃષ્ટિ સ્થિર કરી. એમના સ્થિર દષ્ટિપાતની પાછળ લાંબા વખતથી ખાસ સંભાળપૂર્વક સાચવી રાખેલું કાઈક ઊંડું જ્ઞાન અથવા અદ્ભુત રહસ્યાનો કેાઈક ભંડાર ભરેલા છે એવું લાગ્યા વિના ન રહ્યું. એવી અનેરી અસરનુ કારણ આપવું કઠિન છે.
:
છતાં મારી ગૂંચવણનો પાર નથી.' મેં સ્પષ્ટતા કરી.
Page #148
--------------------------------------------------------------------------
________________
મૌનવ્રતધારી સંતપુરુષ
૧૬૫
“તો પછી, શુદ્ધ મધનો સંગ્રહ તમારી રાહ જુએ છે, છતાં જ્ઞાનરૂપી મધનાં બેચાર બિંદુડાંનો સ્વાદ લેનારી મધમાખીની પેઠે તમે આમતેમ શા માટે ફરો છો ?”
એ શબ્દો મને ના ગમ્યા. પૂર્વીય દેશોના લોકોને સંતોષ આપવા માટે એ શબ્દો પૂરતા હતા. એક કવિતાની પંક્તિ તરીકે એમના આધ્યામિક ધ્વનિએ મને આનંદ આપે. પરંતુ જીવનની કેટલીક સમસ્યાઓનો ઉકેલ કરવામાં મદદરૂપ થનારી સામગ્રી જેવું મને એમાંથી કશું ન મળ્યું.
તો પછી માણસે કયાં જોવું ?”
તમારી અંદર જુઓ; તમારી જાતને શોધો, અને એની અંદર રહેલા સત્યનો સાક્ષાત્કાર કરી શકશે.” ઉત્તર મળ્યો.
પરંતુ મને તો એકલા અજ્ઞાન વિના બીજુ કાંઈ જ નથી દેખાતું.” મેં ચાલુ રાખ્યું.
અજ્ઞાન તો ફક્ત તમારા વિચારોમાં જ રહેલું છે.” એમણે ટૂંકમાં લખી જણાવ્યું.
“મને માફ કરજે, પણ તમારા જવાબથી તે હું વધારે અજ્ઞાનમાં ડૂબી જાઉં છું !”
સંતે મારે અવિનય જોઈને હસવા માંડયું. થોડીક વાર ભ્રમર ઊંચી કરીને એમણે લખવા માંડયું :
તમારું અત્યારનું અજ્ઞાન તમારા પોતાના વિચારને લીધે જ પેદા થયેલું છે. હવે તમારી જાતને વિચાર કરીને તમે જ્ઞાનયુક્ત છે એવું સમજી લે. વિચાર માણસને ખોદી કાઢેલા માર્ગમાં લઈ જનાર બળદગાડી જેવો છે. એને પાછો વાળો તો ફરી પાછા પ્રકાશની પ્રાપ્તિ કરી શકશે.”
એમના શબ્દોને વારંવાર વાગોળવા છતાં હું એમનો ભાવાર્થ ને સમજી શક્યો. એ જોઈને સંતે પેડ માટે સંકેત કર્યો થોડીક મિનિટ સુધી પેનસિલ હવામાં પકડી રાખી, ને સમજાવ્યું : - ભા. આ. ૨. ખે. ૧૧
Page #149
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
વિચારને પાછા વાળવા એ ઉત્તમેાત્તમ યેાગ છે. હવે તમે સમજી શકયા ? '
મારા પર જાણે કે ઘણા ઝાંખા પ્રકાશ પડવા માંડયો. મને લાગ્યું કે એ વિષય પર વિચારવાનો પૂરતો વખત મળવાથી અમે એકખીજાને સમજી શકીશું. એટલા માટે એ મુદ્દા પર વધારે ભાર મૂકવાનું મને ઠીક ના લાગ્યું.
એમનું નિરીક્ષણ કરવામાં હું એટલે! બધે લીન હતેા કે ખુલ્લા દરવાજાનો લાભ લઈને અમારી પાસે આવી પહેાંચેલા એક નવા મુલાકાતીનું મને ધ્યાન જ ના રહ્યું. એ મારી એકદમ પાછળ બેઠા હેાવાથી, મારા કાનમાં એમણે કશુંક કહ્યું ત્યારે જ મને એમની હાજરીની ખબર પડી. સંતાનો ઉત્તર મને સમસ્યારૂપ લાગતા હતા, અને એમના શબ્દોની વિલક્ષણુતા મને કાંઈક અંશે નિરાશ કરતી હતી, ત્યારે મારે કાને રહસ્યમય ગણગણાટ સંભળાયા. ઉત્તમ પ્રકારના અંગ્રેજીમાં વ્યક્ત થયેલા એના શબ્દે આ રહ્યા ઃ
6
તમે જે ઉત્તર માગી રહ્યા છે તે ઉત્તર તમને મારા ગુરુ પાસેથી મળી શકશે.’
૧૬૬
'
મારી બાબતમાં હસ્તક્ષેપ કરનાર તરફ મે માથુ ફેરવીને જોવા માંડયું.
એમની ઉંમર ચાળીસથી વધારે નહાતી. એમણે પ્રવાસી ચેાગીના ભગવા ઝભ્ભા પહેર્યા હતા. એમના મુખની ચામડી ઊજળા પિત્તળ જેવી ચળકતી હતી. એ સુદૃઢ, પહોળી છાતીવાળા, શક્તિશાળી પુરુષ હતા. એમનું નાક પાતળું, આગળપડતું અને પેપટની ચાંચ પેડે અણીવાળું હતું. એમની આંખ નાની અને કાયમના હાસ્યરસથી ભરેલી હતી. એ પલાંઠી વાળીને ખેડેલા, અને અમારી દૃષ્ટિ મળી ત્યારે મારી તરફ એમણે સુદર સ્મિત કર્યુ.
અજાણ્યા માણસ સાથે અચેાસ વાતચીતમાં ઊતરવાનું સાહસ કરવાનું રીક નહિ લાગવાથી, પાછા ફરીને મેં મારું ધ્યાન સંત પર કરી કેન્દ્રિત કર્યુ.
મારા મનમાં એક ખીજો પ્રશ્ન ઊપસી આવ્યા. એ કદાચ ઘણા હિંમતભરેલા અને ઉદ્દત હતા.
Page #150
--------------------------------------------------------------------------
________________
મૌનવ્રતધારી સંતપુરુષ
૧૬૭
ગુરુદેવ, દુનિયાને મદદની જરૂર છે. તમારા જેવા જ્ઞાની પુરુષો એકાંતવાસ કરીને એની અવગણના કરે એ યોગ્ય છે ?” યોગીના શાંત વદન પર વિનોદનો ભાવ ફરી વળ્યું.
ભાઈ,” એમણે ઉત્તર આપ્યો : “તમે તમારી જાતને જ નથી જાણતા તે પછી મને સમજવાનું સ્વપ્ન કેવી રીતે સેવી શકે ? આમાની ચર્ચાથી ખાસ લાભ નહિ થઈ શકે. યોગાભ્યાસની મદદથી તમારી અંદરની દુનિયામાં પ્રવેશવાનો પ્રયાસ કરો. આ માર્ગમાં તમારે ભારે મહેનત કરવી જોઈશે. તે પછી તમારી સમસ્યાઓ એમની મેળે જ ઊકલી જશે.”
એમને મારી તરફ ખેંચવાને છેલ્લે પ્રયાસ મેં કરી જે.
“જગતને પોતાની પાસે છે તેના કરતાં વધારે ઊંચા પ્રકાશની જરૂર છે. મારી ઈચ્છા તેને મેળવવાની ને વહેંચવાની છે. તે મારે શું કરવું?”
“સત્યનો સાક્ષાત્કાર કરી લીધા પછી માનવજાતિની સેવા કરવા ખરેખર શું કરવું જોઈએ તે જાણી શકશે, અને એને માટેની શક્તિ પણ મેળવી લેશે. કૂલમાં મધ હોય છે ત્યારે મધમાખી એની પાસે આપોઆપ દોડી જાય છે. માણસને આત્મિક જ્ઞાન કે શક્તિ મળે તે તેણે લેકેની શોધ કરવા નહિ જવું પડે : લેકે એની પાસે વગર બોલાવ્યે જ આવી પહોંચશે. જયાં સુધી આત્માને સંપૂર્ણપણે ઓળખી ન લે ત્યાં સુધી એની શોધ કરતા રહે. બીજા કોઈ પણ ઉપદેશની આવશ્યકતા નથી. એ જ કામ કરી લેવાનું છે.”
એ પછી એમણે કહ્યું કે ધ્યાનમાં બેસવાની ઇચ્છા હેવાથી એ મુલાકાત બંધ કરવા માગે છે.
મેં એમની પાસે અંતિમ સંદેશની માગણી કરી.
મૌનવ્રતધારી સંતે માત્ર મારા મસ્તક ઉપરના અવકાશ તરફ જોવા માંડયું. એકાદ મિનિટ બાદ પેનસિલથી જવાબ લખીને એમણે પેડ મારી તરફ ધકેલ્યું. અમે વાંચ્યું :
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
તમે અહીં આવ્યા એથી હું ઘણે રાજી થયે છું. આને મારી દીક્ષા માને.”
એમના શબ્દોને મર્મ મને સમજાય તે પહેલાં તો કોઈ આશ્ચર્યકારક શક્તિએ મારા શરીરમાં પ્રવેશ કર્યો એમ મેં અનુભવ્યું. મારી કરેડમાંથી પ્રવાહિત થઈને ગરદનને અક્કડ કરીને એ શિર તરફ ઉપર ઊઠવા લાગી. મારી ઈચ્છાશકિત ઘણી વધી ગઈ. મારી જાત પર વિજય મેળવવાની તથા ઉચ્ચતમ આદર્શોને અનુભવ કરવાની ઇચછાનો અમલ કરવાની ઉત્કટ ઈછા મારામાં પેદા થઈ. મને અંતઃપ્રેરણાથી ખાતરી થઈ કે એ આદર્શો મારા અંતરાત્માના અવાજરૂપ છે, અને સનાતન સુખની બાંયધરી પણ એ જ આપી શકશે. | મારી અંદર એ અવનો વિચાર પેદા થયો કે કોઈ અદષ્ટ સ્વાભાવિક શકિતપ્રવાહ એ સંતપુરુષદ્વારા મારામાં દાખલ કરવામાં આવ્યું છે. એમની પોતાની પ્રાપ્તિમાંથી થોડુંક પીરસીને આવી રીતે એ મારા પર કૃપા કરી રહ્યા છે કે શું ?
ગીની આંખ રિથર થઈ અને દૂર જેનારી દષ્ટિ એમાં સમાઈ ગઈ. એમના પ્રિય આસનમાં એ વધારે દઢતાથી બેઠા એટલે એમનું શરીર જરા વધારે ટટાર થયું. મને સ્પષ્ટ રીતે અનુભવવા મળ્યું કે વિચાર કરતાં પણ વધારે ગહન એવા આત્માના ઊંડાણમાં એ પિતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અથવા તે આ દુનિયા કરતાં જેને એ વધારે ચાહે છે એવી આત્મિક વિશ્રાંતિની અવસ્થામાં પોતાની મનોવૃત્તિને ડુબાડી રહ્યા છે.
તો પછી એ શું એક આદર્શગી છે? એ શું કોઈ રહસ્યમય અંતરંગની શોધ કરી રહ્યા છે? અને એ શોધ મારા ધાર્યા પ્રમાણે, માનવજાતિ માટે ઉપયોગી હશે ? કેણું કહી શકે ?
અમે કંપાઉન્ડની બહાર આવ્યા એટલે અડિયારના પેલા તપસ્વી બ્રહ્મ મારી તરફ ફરીને શાંત સ્વરે કહેવા માંડયું :
“આગીને અંતિમ ધ્યેયની પ્રાપ્તિ નથી થઈ, છતાં પણ એમની અવસ્થા ઘણી ઊંચી છે. એમની પાસે સિદ્ધિઓ છે, તેમ જ પોતાના
Page #152
--------------------------------------------------------------------------
________________
મોનવ્રતધારી સંતપુરુષ
૧૬૯
આત્મિક વિકાસની પરિસીમાએ પહોંચવા એ આતુર છે. એમની સુંદર શારીરિક દશાનું કારણ એમને લાંબા વખતને હઠયોગને અભ્યાસ છે. છતાં હવે મને જણાય છે કે એ રાજગમાં પણ આગળ વધ્યા છે. મને એમને પહેલેથી પરિચય છે.'
ક્યારને?” “અહીં બાજુમાં એ ખુલ્લામાં કુટિર વગર રહેતા હતા ત્યારે, થોડાંક વરસ પહેલાં જ મેં એમને શોધી કાઢેલા. મારા માર્ગે આગળ વધતા એક અભ્યાસી યોગી તરીકે મેં એમને ઓળખેલા. હું તમને એ પણ કહું છું કે એમણે મને લખી જણાવેલું કે એમના આરંભના જીવનમાં એ લશ્કરી સિપાઈ હતા. એમની નેકરી પૂરી થયા પછી દુન્યવી જીવન પર કંટાળે આવવાથી એમણે એકાંતને આશ્રય લીધો.
એ વખતે પ્રખ્યાત સંત મારાકાયારની મુલાકાત થવાથી એ એમના શિષ્ય બન્યા.
ખેતરે પરથી શાંતિપૂર્વક પસાર થતાં આખરે અમે કાચા રસ્તા પર આવી પહોંચ્યા. કુટિરમાં મને થયેલા અણધાર્યા અગમ્ય અનુભવ વિશે મેં કોઈને પણ ના કહ્યું. એ અનુભવને મેં વારંવાર વિચાર કરવા માંડ્યો, અને એના પડઘા મારા મનમાં નવેસરથી પડી રહ્યા.
એ સંતપુરુષનું દર્શન મને ફરીથી ન થયું. એમના એકાંતિક જીવનમાં દખલ કરે એવી એમની ઈચ્છા ના હોવાથી, મારે એ ઈચ્છાને આદર કરવો પડ્યો. એમના અભેદ્ય આશ્રયસ્થાનમાં રહીને એકાંતિક સાધના કરવા મેં એમને મુકત રાખ્યા. કેાઈ પંથ ચલાવવાની કે અનુયાયીઓ વધારવાની ઈચ્છા એમને બિલકુલ નહોતી. જીવનમાં શાંત અને અજ્ઞાત રીતે આગળ વધવા સિવાયની બીજી કોઈ મહત્વાકાંક્ષાઓ એમનામાં નહોતી દેખાતી. મને જે કહેવામાં આવ્યું એથી વધારે કશું એમને નહોતું કહેવાનું. પશ્ચિમમાં આપણે ત્યાં કરવામાં આવે છે તે પ્રમાણે, વાર્તાલાપ કરવાની કળાને ઉપયોગ એ કેવળ વાર્તાલાપ માટે જ કરવાની ઈચ્છા નહેાતા રાખતા.
Page #153
--------------------------------------------------------------------------
________________
૮
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
મદ્રાસ લઈ જતા માને છેડે પહેાંચ્યા તે પહેલાં કાઈ મારી પાછળ આવી પહોંચ્યું, મેં પાછળ જોયું તે! પેલા પીળા ઝભ્ભાવાળા ચેાગી મારી સામે જોઈને ભવ્ય રીતે હસવા માંડયા. એમનું માં કાન સુધી લખાતું હતું; અને એમની આંખ કરચલીના નાના કાપથી વીંટળાઈ વળતી હતી.
• તમારે મારી સાથે વાત કરવી છે ?' મેં પૂછ્યું,
,
' એમણે અંગ્રેજીમાં સરસ રીતે ભાર દઈને તમે અમારા દેશમાં શી પ્રવૃત્તિ કરેા છે.
· હા. સાહેબ ! ઉચ્ચારણ કરતાં કહ્યું : તે હું પૂછી શકું ? '
"
એમની કુતૂહલવૃત્તિથી સહેજ સાચાઈને મે એમને ઉપર
ચેાટિયા ઉત્તર આપવાના નિર્ણય કર્યો.
ચેાગી હતા.
"
હું પ્રવાસ કરુ છું.”
C
મને લાગે છે કે તમને અમારા સતામાં રસ છે,’ હા. થાડા.’
• તેા પછી હું યાગી છું.' એમણે મને માહિતી આપી.
મેં કદી જોયા ન હોય એવા એ એક મજબૂત બાંધાનો
.
તમને યાગી થયે કેટલેા વખત થયે ?”
Page #154
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
6 ત્રણ વરસ.’
'
જો મને માફ કરેા તા તમે તેને માટે ખરાબ નથી લાગતા.’ એ ભારે ગૌરવપૂર્ણાંક મારી નજીક આવીને ટટાર ઊભા રહ્યા. એમના પગ ઉઘાડા હાવાથી એમની એડીનેા ધીમા અવાજ હું સાંભળી શકયા.
6
સાત વરસ સુધી હું શહેનશાહના સૈનિક રહ્યો છું.' એમણે ઉદ્ગાર કાઢ્યા.
"
સાચું ? ’
હા. મેસા પેટામિયાના યુદ્ધ વખતે મેં ભારતીય લશ્કર સાથે ભાગ લીધેલેા. મારી ઉત્તમ બુદ્ધિની કદર કરીને યુદ્ધ પછી મને મિલિટરી ખાતાના હિસાબી વિભાગમાં મૂકવામાં આવ્યા હતા.’ પેાતાની જાતનું આવું વણમાગ્યું પ્રમાણપત્ર રજૂ કરવા બદલ મારાથી એમના તરફ સ્મિત કર્યા વિના ના રહી શકાયું.
કૌટુબિક મુશ્કેલીઓને લીધે મારે નાકરી છેાડી દેવી પડી અને એ પછી ભારે મુસીબતાનાં વમળામાંથી પસાર થવું પડયું. એને લીધે આત્મિક વિકાસના માર્ગને આધાર લઈ હું ચેાર્ગી બનવા તૈયાર થયા.’
૧૭૧
"
મે' એમને કાર્ડ આપ્યું ને સૂચવ્યું :
‘આપણે એકમેકનાં નામ જણાવીએ ?'
"
મારું વ્યક્તિગત નામ સુબ્રમણ્ય છે તે મારી અટક આઈયર.' એમણે ઝડપથી કહી બતાવ્યું.
"
ઠીક ત્યારે સુબ્રમણ્ય, પેલા મૌની સંતપુરુષને ત્યાં તમે મારા
કાનમાં જે વાત કહેલી તેના ખુલાસાની હું રાહ જોઉં છું.'
"
હું પણ તમારી આગળ એ ખુલાસા કરવાની રાહ જોઉં છું. તમારા પ્રશ્નો લઈને મારા ગુરુદેવની પાસે ચાલા, એ ભારતમાં અત્યારે સૌથી વધારે જ્ઞાની પુરુષ છે. યાગીઓના કરતાં પણ વધારે નાની.’ એમ ? તમે આખાય ભારતમાં ફરી ચૂક્યા છે ? તમે બધા જ મહાન યાગીઓને મળ્યા છેા કે એકદમ આવુંવિધાન કરી બતાવેા છે ? ’
.
Page #155
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
• કન્યાકુમારીથી માંડીને હિમાલય સુધીના દેશની મને ખબર છે, અને મે` કેટલાક ઉત્તમ યોગીએ પણ જોયા છે,’
૧૭૨
• વ્હીક...! ’
‘ મને એમના જેવા એકનું પણ દર્શન નથી થયું. એ એક મહાન આત્મા છે, તેથી તમે તેમને મળેા એવી મારી ઇચ્છા છે.' ં કારણ ? ’
.
કારણ કે એ જ મને તમારી પાસે લઈ આવ્યા છે. એમની જ શક્તિથી તમે ભારતમાં ખેંચાઈ આવ્યા છે.’
એ ભારેખમ નિવેદન મને ખૂબ જ અતિશયાક્તિભરેલું લાગ્યું, એથી એ માણુસથી અલગ થવાની મને ઇચ્છા થઈ. લાગણીપ્રધાન પુરુષોની વક્તૃત્વશક્તિથી ભરેલી અતિશયાક્તિથી હું હંમેશાં ડરું છું, અને ભગવી કનીવાળા યાગી ખૂબ જ લાગણીપ્રધાન છે એ સાવ દેખીતું હતું. એમના સ્વર, અભિનય, દેખાવ અને સંજોગે પરથી એ સાસાફ જણાઈ આવ્યું.
‘મારી સમજમાં કશું નથી આવતું' મે' 'ડેા જવાબ આપ્યા. એ વધારે સ્પષ્ટીકરણ કરવા લાગ્યા.
:
આઠ મહિના પહેલાં મને એમને પરિચય થયા. પાંચ મહિના સુધી એમની સાથે રહેવાની મને મંજૂરી મળી, અને એ પછી એક વાર ફરીથી મને મુસાફીએ મેાકલવામાં આવ્યેા. એમના જેવી ચેાગ્યતાવાળા ખીજા કાઈને તમે મળી શકશે! એવું મને નથી લાગતુ, એમની આત્મિક શક્તિએ એટલી બધી ઊઁચી પ્રાટિની છે કે તમારા અવ્યક્ત વિચારાના ઉત્તર પણ એ આપી દેશે. એમની ઉત્તમાત્તમ આત્મિક અવસ્થાને અનુભવ કરવા તમારે એમની સાથે થાડા વખત રહેવું જોઈએ એટલું જ.'
<
તમને ખાતરી છે કે મારી મુલાકાતને એ વધાવી લેશે ?’
6
જરૂર. એમની પ્રેરણાને લીધે જ હું તમારી પાસે આવી પહેાંચ્યા છે.’
Page #156
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
૧૭૩ એ રહે છે ક્યાં?” અરુણાચલ – પવિત્ર દીવાદાંડીના પર્વત પર.” એ ક્યાં આવ્યો ?”
દૂરના દક્ષિણમાં આવેલા ઉત્તર આર્કેટ પ્રદેશમાં. હું તમારે ભોમિયો થઈશ. ને ત્યાં લઈ જઈશ. મારા ગુરુએ પરમ સત્યને સાક્ષાત્કાર કર્યો છે એટલે એ તમારી શંકાઓનું સમાધાન કરશે અને તમારા પ્રશ્નોને નિકાલ લાવશે.”
“એ ઘણું જ રસમય લાગે છે.” મેં નાખુશી દર્શાવતાં કહ્યું : પરંતુ મને એ જણાવતાં ખેદ થાય છે કે મારાથી અત્યારે નહિ આવી શકાય. મારો સામાન તૈયાર છે અને થોડા જ વખતમાં હું ઉત્તરપૂર્વના પ્રવાસે ઊપડી જઈશ. મારે બે મહત્ત્વની મુલાકાતો પૂરી કરવાની છે.”
“પરંતુ આ કામ વધારે અગત્યનું છે.”
છતાં દિલગીર છું કે આપણે ઘણું મોડા મળ્યા. મેં બધી તૈયારી કરી લીધી છે. તેમાં સહેલાઈથી ફેરફાર નહિ કરી શકાય. પાછળથી હું દક્ષિણમાં આવી જઈશ, પરંતુ હાલ પૂરતી તો એ મુસાફરી મોકૂફ જ રાખવી પડશે.”
યેગી દેખીતી રીતે જ નિરાશ થયા. તમે એક સરસ તક ખાઈ રહ્યા છે અને...”
એમની નિરર્થક દલીલની ક૯પના કરીને મેં એમની વાતને વચ્ચેથી જ કાપીને કહેવા માંડયું : “હવે મારે જવું જોઈએ, ધન્યવાદ.”
“તમારા ઇનકારને સ્વીકાર મારાથી નથી થઈ શકતો. એમણે હઠપૂર્વક જાહેર કર્યું : “આવતી કાલે સાંજે હું તમને મળવા આવીશ, અને આશા રાખું છું કે ત્યારે તમારો વિચાર બદલાય છે એવું સાંભળી શકીશ.”
અમારી વાતચીતને એવી વિચિત્ર રીતે અંત આવ્યો. એમની સુદઢ, સુંદર બાંધાવાળી, ભગવી કફનીવાળી આકૃતિને રસ્તા પરથી પસાર થતી હું જોઈ રહ્યો,
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં ઘેર પહોંચ્યા પછી મને લાગ્યું કે સંભવિત છે કે મેં નિર્ણય લેવામાં ભૂલ કરી હેય. ગુરુની ગુણવત્તા શિષ્યના દાવાથી અડધી હોય તોપણ, એમને માટે દક્ષિણને કષ્ટાકારક પ્રવાસ કરો બરાબર હતા. પરંતુ વધારેપડતા ઉત્સાહવાળા ભક્તોથી મને કાંઈક કંટાળો આવી ગયો હતો. એમના ગુરૂની એ પેટ ભરીને પ્રસંશા કરતા, તે પણ તપાસ કરતાં જણાતું કે પશ્ચિમના નાજુક કસોટી–ધારણની આગળ એ દયાજનક રીતે પાછા પડે છે કે એટલી બધી લાયકાત વિનાના પુરવાર થાય છે. વધારામાં નિદ્રા વિનાની રાતો તથા કઠોર દિવસોએ મારા સ્નાયુઓને હેવાં જોઈએ તેના કરતાં કાંઈ વધારે બેચેન બનાવી દીધાં હતાં. એટલે મારો પ્રવાસ અસાર અથવા નિરર્થક કરવાની સંભાવના મારી આજુબાજુ જરૂર કરતાં વધુ પ્રમાણમાં ભમ્યા કરતી.
છતાં દલીલ લાગણીનું સ્થાન ના લઈ શકી. એક અવનવી વૃત્તિ મને ચેતવણી આપવા લાગી કે પોતાના ગુરુની વિશેષ યેગ્યતાને દાગીએ આટલા બધા આગ્રહપૂર્વક કર્યો તેની પાછળ કેઈક સાચી ભૂમિકા જરૂર હેવી જોઈએ. મારી હતાશાની વૃત્તિને હું પૂરેપૂરી દૂર તો ન જ કરી શકો.
ચા અને બિસ્કીટના નાસ્તાને વખત થયે ત્યારે, નેકરે કેઈક મળવા આવ્યું છે એવી સૂચના આપી. એ કલમબાની જમાતના એક સભ્ય, લેખક વેંકટરામાની હતા.
ઓળખાણના થોડાક કાગળો મારી પેટીને તળિયે મેં નાખેલા ત્યાં ને ત્યાં જ પડી રહેલા. એમને ઉપયોગ મારે નહોતે કરે. એનું કારણ, દેવતાઓ સારું કે નરસું જે કંઈ કરે તે વધાવી લેવાની મારી તરંગી મનોવૃત્તિ હતી. તે છતાં મારી સફરની શરૂઆતમાં મેં મુંબઈમાં એક ઓળખપત્રને ઉપયોગ કરેલે, અને બીજાને ઉપયોગ મારે એક અંગત સંદેશો આપવાને હેવાથી, મદ્રાસમાં કરેલું. એ રીતે એ બીજા પત્રને લીધે વેંકટરામાની મારે ત્યાં આવી પહોંચ્યા.
Page #158
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
૧૭૫
મદ્રાસ યુનિવર્સિટીની સેનેટના એ સભ્ય હોવા ઉપરાંત, ઉત્તમ પ્રકારના નિબંધોના અને ગ્રામજીવનની નવલકથાઓના લેખક તરીકે એ વધારે જાણીતા હતા. અંગ્રેજી માધ્યમને ઉપયોગ કરનાર મદ્રાસ પ્રાંતના એ પહેલા જ હિંદુ લેખક હતા. જેમને સાહિત્યની સેવા બદલ જાહેરમાં હાથીદાંતના કાતરકામવાળી ઢાલ અર્પણ કરવામાં આવેલી. એમની લેખનશૈલી એટલી બધી ઉત્તમ અને સુંદર હતી કે ભારતમાં રવીન્દ્રનાથ ટાગોરે તથા ઇંગ્લેન્ડમાં સ્વર્ગસ્થ લોર્ડ હાલ્ડને એની પ્રશંસા કરેલી. એમનું ગદ્ય સુંદર રૂપકેથી ભરેલું હતું, પરંતુ એમની વાર્તાઓ તરછોડાયેલાં ગામડાંના કરૂણ જીવનને પડઘો પાડતી.
એમણે ઓરડામાં પ્રવેશ કર્યો ત્યારે એમની ઊંચી પાતળી આકૃતિ પર મારી દષ્ટિ પડી. એમનું મસ્તક આછીપાતળી કેશલટોથી ઢંકાયેલું હતું, એમની હડપચી નાની હતી, અને આંખે ચશ્માં હતાં. એ એક વિચારકની, આદર્શવાદીની અથવા કવિની હતી. છતાં એમનાં શેકાંકિત પિચાં પર દુઃખી ખેડૂતોના શોકના પડઘા પડતા રહેતા.
બંનેના સામાન્ય રસના કેટલાય મુદ્દાઓ પર અમે એકમેકની સાથે મળતા થયા. કેટલાય વિષયો સંબંધી અમે વિચારોની આપલે કરી, રાજકારણની ઝીણવટભરી ચર્ચા કરી, અને અમારા માનીતા લેખકને અનુરાગથી અંજલિ આપી, એ પછી મારી ભારતની મુલાકાતનું સાચું કારણ કહેવાની ઈચછા મારા મનમાં એકાએક થઈ આવી. મારા પ્રવાસને હેતુ મેં એમને પૂરેપૂરી નિખાલસતાથી કહી બતાવ્યું. સિદ્ધિઓના પરચા બતાવી શકે એવા ભેગીઓની માહિતી મેં એમની પાસે માગી ઈ! અને એમની આગળ સ્પષ્ટ કર્યું કે ગંદકીના ઘર જેવા સાધુઓ અથવા જાદુવિદ્યાવાળા ફકીરને મળવામાં મને કોઈ જાતને રસ નહિ પડે.
એમણે માથું નમાવીને નકારાત્મક રીતે હલાવવા માંડયું.
ભારતમાં હવે એવા મહાપુરુષો નથી મળતા. અમારા દેશમાં વધતા જતા જડવાદની સાથેસાથે, એક બાજુનું એનું વિશાળ અધઃ
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૭૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
પતન અને બીજી બાજુ ભૌતિકવાદી પશ્ચિમી સભ્યતાના પ્રભાવને લીધે, તમે જેવા મહાપુરુષાને શોધો છે તેવા મહાપુરુષોના એકદમ લાપ થયા છે. એ છતાં મારી દૃઢ માન્યતા છે કે એમનામાંના કેટલાક એકાંત અરણ્યામાં આજે પણ નિવૃત્તિમય જીવન જીવતા હશે. પરંતુ એમની શેાધમાં આખી જિંદગી ન ગાળે! ત્યાં સુધી તમને એમનું દર્શન સહેલાઈથી ભાગ્યે જ થઈ શકે. ભારતવાસીઓમાંના કાઈક એવી શેાધ કરવા માટે નીકળે છે ત્યારે એમને દૂર પ્રદેશામાં ફરવું પડે છે. તેા પછી એક અંગ્રેજને માટે એ કામ કેટલું બધુ અઘરુ હશે તેની કલ્પના તમે સહેલાઈથી કરી શકશે.’
પૂછ્યું'.
"
તેા પછી તમને શું થેાડીય આશા નથી લાગતી ? ' મેં
"
એ તા ના કહી શકું, તમારું નસીબ સારું પણ હાય.’ કાઈએ મને આકસ્મિક પ્રશ્ન પૂછવા પ્રેરિત કર્યા :
- ઉત્તર આર્કાટની પર્વતમાળામાં રહેતા સંતપુરુષ વિશે તમે સાંભળ્યું છે ?
એમણે માથું હલાવ્યું.
અમારી વાતચીત પાછી સાહિત્યવિષયક મુદ્દાઓને વીંટી વળી.
મેં એમની સામે સિગારેટ ધરી, પરંતુ ધુમ્રપાન ન કરતા હાવાથી એમણે એ ન લીધી. મેં મારે માટે સિગારેટ સળગાવી અને એ ટર્કીશ બનાવટના સરસ ધુમાડાને મે સ્વાદ લેવા માંડયો ત્યારે વેંકટરામાનીએ ઝડપથી અદૃશ્ય થતી જતી હિન્દુ સભ્યતાના આદર્શોની મુક્ત કઠે પ્રશંસા કરતાં પેાતાના હૃદયને વહેતું કરવા માંડયું. જીવનની સાદાઈ, સમાજસેવા, શાંતિમય જીવન અને આધ્યાત્મિક આદર્શો વિશે એમણે વિચારો વ્યક્ત કર્યાં. હિંદુ સમાજમાં વધતી જતી કેટલીક મૂર્ખતાપૂર્ણ માન્યતાના અંત આણવાની એમની ઇચ્છા હતી. ભારતમાં પાંચ લાખ ગામડાંને ઔદ્યોગિક શહેરાના ગંદા ગીચ વિસ્તારાનાં ભરતીકેન્દ્રો બનતાં અટકાવવાનુ
Page #160
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
૧૭૭
મહાન સ્વપ્નું. એમના મનમાં રમી રહ્યું હતું. જોકે એ ધમકી એટલી બધી તાકીદની નહેાતી, છતાં એમની આ દષ્ટિ તથા પશ્ચિમના ઔદ્યોગિક ઇતિહાસની સ્મૃતિને લીધે એને એ વમાન ઘટનાપ્રવાહેાના નિશ્ચિત પરિણામરૂપ સમજતા. વેંકટરામાનીએ જણાવ્યું કે દક્ષિણ ભારતમાં પ્રાચીન ગામડાંએમાંના એક સંપન્ન કુટુંબમાં એ જન્મ્યા હતા, અને ગ્રામજીવનમાં જે સાંસ્કૃતિક વિનાશ તથા કારમી કંગાલિયત ફરી વળી છે તેનું એમને ભારે દુઃખ હતું. ગામડાની સાદી પ્રજાની ઉન્નતિ માટેની ચેાજનાએમાં એમને રસ હતા, અને એ પ્રજા જ્યાં સુધી દુઃખી હોય ત્યાં સુધી સુખી થવાનું એમને પસંદ નહેાતું પડતું.
એમનું દષ્ટિબિંદુ સમજવાની કાશિશ કરવાના ઉદ્દેશથી હું એમને શાંતિપૂર્વક સાંભળી રહ્યો. છેવટે એ ઊભા થયા અને એમની ઊંચી, પાતળી આકૃતિ રસ્તા પર અદશ્ય થઈ તે હું જોઈ રહ્યો.
બીજે દિવસે સવારે એમના અણુધાર્યા આગમનથી મને આશ્ચર્ય થયું. એમની ગાડી ઝડપથી દરવાજા પાસે આવી પહેાંચી કારણકે એમને ભય હતા કે હું કદાચ બહાર ગયેા હેાઈશ,
* કાલે રાતે મને મેડેથી સમાચાર મળ્યા કે મારા મહાન આશ્રયદાતા ચીંગલટમાં એક દિવસ માટે રહેવાના છે.' એ ખાલી ઊડ્યા. શ્વાસે વાસને શાંત કરીને એમણે કહેવા માંડયુ' :
કુંભટ્ઠાનના શંકરાચાર્ય દક્ષિણ ભારતના આધ્યાત્મિક વડા ગણાય છે. લાખા લેા એમને ઈશ્વરના સંદેશવાહક તરીકે માન આપે છે. એમણે મારા જીવનમાં ધણા રસ બતાવ્યા છે, મારા સાહિત્યલેખનમાં ઉત્સાહ પૂરા પાડચો છે, અને એમની પાસેથી જ મને આધ્યાત્મિક પ્રેરણાની પ્રાપ્તિ થાય છે. કાલે મેં તમને જે વાત નહાતી કહી તે આજે કહી છતાવું છું. અમે એમને ઉચ્ચતમ આધ્યાત્મિક અવસ્થા પર પહેાંચેલા માનીએ છીએ. પરંતુ એ યેાગી નથી. એ દક્ષિણના હિન્દુ જગતના મુખ્ય પુરુષ, એક સાચા
ઃ
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૭૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
સંત અને મહાન દાર્શનિક છે. આપણું જમાનાના મોટા ભાગના ધાર્મિક પ્રવાહોથી તથા એમની પિતાની સિદ્ધિ પ્રાપ્તિથી માહિતગાર હેવાને લીધે, સાચા યોગીઓ વિશેનું એમનું જ્ઞાન કદાચ ઘણું વિરલ છે. એક ગામથી બીજા ગામમાં તથા એક શહેરથી બીજા શહેરમાં એમને પ્રવાસ ચાલ્યા જ કરે છે. જેથી એવી વાતોથી એ ખાસ વાકેફ રહી શકે. એ જ્યાં જાય છે ત્યાં બધે જ સંતપરષો એમને અંજલિ આપવા આવી પહોંચે છે. સંભવ છે કે એ તમને કોઈ ઉપયોગી શિખામણ આપી શકે. એમને મળવાનું તમને પસંદ પડશે ખરું ?”
એને માટે તમારો આભાર માનું છું. હું એમને ખુશીથી મળીશ. ચીંગલપટ અહીંથી કેટલું દૂર છે ?'
“અહીંથી ફક્ત પાંત્રીસ માઈલ પણ..
એ તમને મળવાની હા પાડશે કે કેમ તેની મને શંકા થાય છે. હું એમને સમજાવવાની બનતી કોશિશ તે કરીશ જ, છતાં.”
હું અંગ્રેજ છું તેની મને ખબર છે.' મેં વાક્ય પૂરું કર્યું.
“એમના ઇનકારનું જોખમ ખેડવા તૈયાર છે ?' એમણે જરા આતુરતાથી પૂછ્યું.
જરૂર. આપણે જઈએ.”
ડેક નાસ્તો કરીને અમે ચીંગલપટ જવા ચાલી નીકળ્યા. મારે જેમને મળવાનું હતું તેમને વિશે મારા વિદ્વાન સાહિત્યમિત્રને મેં પ્રશ્નો પૂછયા. એના ફળરૂપે મને જાણવા મળ્યું કે શંકરાચાર્ય અન્ન અને વસ્ત્રની બાબતમાં એક વિરક્ત પુરુષની પેઠે તદ્દન સાદુ જીવન જીવે છે; પરંતુ એમના પદના મોભાને લીધે મુસાફરી કરતી વખતે એમને બાદશાહી પાલખીમાં તથા ઠાઠમાં રહેવું પડે છે. એમની પાછળ એ વખતે હાથી તથા ઊંટ પર સવારી કરનારા સેવકે હેય છે, પંડિતે તથા એમના શિષ્ય હોય છે, અને સંદેશવાહકે
Page #162
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
૧૭
તથા બીજા અસંખ્ય લેકેનો કાફલે હોય છે. એ જ્યાં જાય છે ત્યાં આજુબાજુના વિસ્તારમાંથી દર્શનાર્થીઓનાં ટોળેટોળાં એમની પાસે ખેંચાઈ આવે છે. એ બધાં આધ્યાત્મિક, માનસિક, શારીરિક અને આર્થિક મદદ માટે આવે છે. શ્રીમંત તરફથી એમને રોજના હજારો રૂપિયા અર્પણ કરવામાં આવે છે, પરંતુ એમણે ગરીબીવ્રત લીધું હોવાથી, એ આવક યોગ્ય કામમાં વાપરી દેવામાં આવે છે. એ ગરીબોને મદદ કરે છે, શિક્ષણમાં સહાયક બને છે, મંદિરને જીર્ણોદ્ધાર કરે છે, અને દક્ષિણ ભારતના નદી વિનાના ભાગોમાં અત્યંત ઉપયોગી મનાતા, વરસાદને આધારે ટકતા, પાણીના કૃત્રિમ સંગ્રહની સુધારણામાં રસ લે છે. એમનું કાર્ય મુખ્યત્વે ધાર્મિક છે.
જ્યાં જ્યાં એમને રોકાવાનું થાય છે ત્યાં ત્યાં હિન્દુ ધર્મના વારસાનું વધારે ને વધારે ઊંડું જ્ઞાન મેળવવાની પ્રેરણા પૂરી પાડવાને તથા લેકનાં મન અને અંતરને ઉદાત્ત બનાવવાનો એ પ્રયાસ કરે છે. સામાન્ય રીતે એ સ્થાનિક મંદિરમાં પ્રવચન કરે છે, અને પછી એમની પાસે એકઠા થતા જિજ્ઞાસુઓના સમુદાયને જવાબો આપે છે.
મને જાણવા મળ્યું કે આદ્ય શંકરાચાર્યની આ પરંપરામાં આ છાસઠમા શંકરાચાર્યું છે. એમના પદ તથા અધિકારને સારી પેઠે સમજવા માટે એના સ્થાપક વિશે વેંકટરામાનીને મેં કેટલાક પ્રશ્ન પૂછડ્યા. મને જણાવ્યું કે આદ્ય શંકરાચાર્ય બે હજાર વરસ પહેલાં થયેલા અતિહાસિક બ્રાહ્મણ સંતમાં સર્વોત્તમ હતા. એમને બુદ્ધિવાદી, યોગી અને પ્રથમ પંક્તિના ફિલસૂફ કહી શકાય. એમના જમાનામાં એમણે જોયું કે હિંદુધર્મ અસ્તવ્યસ્ત અને કંગાળ દશામાં જીવી રહ્યો છે, અને એની આમિક શકિતને હાસ થવા માંડ્યો છે. એ એક જીવનકાર્ય લઈને જન્મ્યા હતા એવું લાગ્યા વિના નથી રહેતું. અઢાર વરસની ઉંમરથી માર્ગમાં મળતા પ્રત્યેક જિલ્લાના વિદ્વાને તથા ઉપદેશકેની સાથે ચર્ચા કરતા, એમના સિદ્ધાંતને ઉપદેશ આપતા, અને બહાળું શિષ્યમંડળ બનાવતા, એ ભારતભરમાં પગપાળા ફરી વળ્યા. એમની બુદ્ધિ એટલી બધી સૂક્ષ્મ હતી કે બીજા
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એમની બરાબરી ના કરી શકતા. એમના જીવનકાળ દરમિયાન જ એમને પયગંબર તરીકે સ્વીકારવામાં ને સન્માનવામાં આવેલા : એમનું જીવન પૂરું થયું તે પછી નહિ.
એમની પ્રતિભા બહુમુખી હતી. પોતાના દેશના મુખ્ય ધર્મને પ્રચાર કરવાની સાથેસાથે, એ ધર્મને સ્વાંગ ધરીને ફાલેલી કેટલીક ભયંકર રૂઢિઓનો એમણે પ્રબળ સામનો કર્યો. એમણે લેકેને સત્યકર્મ કરતાં શિખવાડયું. અને કોઈ પણ પ્રકારને પુરુષાર્થ કર્યા વગર કેવળ ધાર્મિક પૂજાવિધિને આધારે બેસી રહેવાનો નિરર્થકતાનું ભાન કરાવ્યું. પિતાની માતાની ઉત્તરક્રિયા કરીને એમણે આશ્રમના નિયમને ભંગ કરીને ધર્માચાર્યોને ખેફ વહોરી લીધા. ધર્માચાર્યોએ એટલા માટે એમની સાથે સંબંધ તોડી નાખે. નાતજાતને વિરોધ કરનારા બુદ્ધના એ નીડર યુવાન પુરુષ એક સુયોગ્ય ઉત્તરાધિકારી હતા. ધર્માચાર્યોને વિરોધ કરીને એમણે શીખવ્યું કે જાતિ કે વર્ણના ભેદભાવ વગર પ્રત્યેક મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન તથા ઈશ્વરનો અનુગ્રહ મેળવી શકે છે. એમણે કોઈ વિશેષ પંથની સ્થાપના ન કરી, પણ જણાવ્યું કે જે પ્રામાણિકપણે આચરવામાં આવે તે પ્રત્યેક ધર્મ ઈશ્વરની પાસે પહોંચાડી શકે તેમ છે. પોતાને દષ્ટિકોણ સમજાવવા એમણે તત્વજ્ઞાનની સૂક્ષ્મ ને પૂર્ણ પદ્ધતિ કહી બતાવી. એમના વિશાળ સાહિત્યવારસાને દેશના ધર્મજ્ઞાનમાં રસ લેતા પ્રત્યેક શહેરમાં માનની નજરે જોવામાં આવે છે. અર્થની બાબતમાં લડતા-ઝઘડતા ને વાદવિવાદ કરતા હોવા છતાં, પંડિતએ એમના ધાર્મિક ને તત્ત્વજ્ઞાનના વારસાને સારી પેઠે સાચવી રાખ્યો છે.
શંકરાચાર્ય ભગ ઝભ્ભો પહેરીને પ્રવાસીઓની મંડળી સાથે સમસ્ત ભારતમાં પ્રવાસ કરે. પોતાની વ્યુહરચનાને એક વિભાગરૂપે ભારતના ચાર ખૂણામાં એમણે ચાર મહાન મઠની સ્થાપના કરી. ઉત્તરમાં બદરીનાથ પાસે, પૂર્વમાં પુરીમાં, અને એ પ્રમાણે બીજે.
જ્યાંથી પોતે કાર્યને આરંભ કરેલો ત્યાં દક્ષિણમાં મંદિર તથા મઠની સાથે મધ્યવર્તી કેન્દ્રની સ્થાપના કરી. ત્યારથી આજ સુધી દક્ષિણ હિંદુધર્મના સૌથી પવિત્ર પ્રદેશ તરીકે પંકાતું આવ્યું છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
૧૮૧
વરસાદની ઋતુ પૂરી થતાં, એ સંસ્થાઓમાંથી તાલીમ પામેલા સાધુએની મંડળીઓ બહાર નીકળતી, અને દેશમાં શંકરાચાર્યના સંદેશ ફેલાવવા માટે પર્યટન કરતી. એ મહાપુરુષનું મૃત્યુ બત્રીસ વરસની નાની ઉંમરે થયું, જે કે એક દંતકથા એવી પણ છે કે એ કેવળ અદશ્ય જ થઈ ગયા છે.
એ બધી માહિતી એટલા માટે ઉપયોગી હતી કે મારે આજે જેમને મળવાનું હતું તે એમના અનુગામી એ જ કાર્ય કરી રહ્યા હતા અને એ જ સંદેશ આપી રહ્યા હતા. એ સંબંધમાં એક આશ્ચર્યકારક કથા ચાલી આવે છે. આદ્ય શંકરાચાર્યપિતાના શિષ્યને વચન આપેલું કે આત્મિક રૂપે પોતે એમની સાથે રહીને દોરવણી આપશે, અને એને માટે પોતાના અનુગામીઓમાં વાસ કરશે. તિબેટના વડા લામાની બાબતમાં પણ લગભગ એવી જ વાત વહેતી આવે છે. પુરોગામી લામા પિતાના મૃત્યુની છેવટની પળોમાં, પોતાની પાછળના યોગ્ય લામાને પસંદ કરે છે. એ પસંદગી પામેલ પુરુષ નાની ઉંમરને બાળક હોય છે. એને ઉત્તમ પ્રકારના શિક્ષકને સુપરત કરવામાં આવે છે. અને એના હેદ્દાને લાયક જરૂરી તાલીમ પુરી પાડવામાં આવે છે. એ તાલીમ ફક્ત ધાર્મિક કે બૌદ્ધિક નથી હોતી, પરંતુ ઉત્તમ પ્રકારના યોગની તથા ધ્યાનની પ્રક્રિયાની હોય છે. એ તાલીમ પછી સેવાની વિશિષ્ટ પ્રવૃત્તિવાળું જીવન શરૂ થાય છે. એ હકીકત ઓછી નોંધપાત્ર નથી કે આટલા બધા સૈકાઓથી એ પરંપરાની સ્થાપના થઈ હોવા છતાં, શંકરાચાર્યને ખિતાબ ધારણ કરનારા કોઈ પણ પુરુષ ઉત્તમ પ્રકારના નિઃસ્વાર્થ ચારિત્ર્યથી રહિત નથી થયા.
વેંકટરામાનીએ પોતાના વર્ણનને છાસઠમાં શંકરાચાર્યની વિશેષ શકિતઓની વાત કહી બતાવીને રોચક બનાવ્યું. એ વાતમાં એમના પિતાના ભત્રીજાને અદ્ભુત રીતે સાજો કરવામાં આવ્યો એ વાત પણ આવી ગઈ. એમને ભત્રીજો સંધિવાથી પીડાઈને વરસ સુધી પથારી
ભા. આ. ૨, . ૧૨
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
વશ હતો. શંકરાચાર્યે એની મુલાકાત લીધી, એના શરીરને સ્પર્શ કર્યો, અને ત્રણેક કલાકમાં તો એ માંદો છોકરો પથારીમાંથી બહાર નીકળ્યો. થોડા વખતમાં તો એ તદ્દન સાજો થઈ ગયો.
વેંકટરામાનીએ વધારામાં જણાવ્યું કે બીજા મનુષ્યોના વિચારોને જાણી લેવાની શકિત પણ શંકરાચાર્યમાં છે. એ વાતમાં એમને પૂરેપૂરો વિશ્વાસ હતો.
તાડવૃક્ષેથી વીંટળાયેલા મુખ્ય માર્ગ પરથી પસાર થઈને અમે ચીંગલપટમાં પ્રવેશ કર્યો. શહેર ધોળેલાં મકાનોના, એકમેકની નજીકમાં આવેલાં લાલ છાપરાંના, અને સાંકડી શેરીઓના સમૂહ જેવું હતું. અમે નીચે ઉતરીને વિશાળ લેકસમુદાય એકઠા થયો હતો ત્યાં શહેરના મધ્ય ભાગમાં આગળ વધ્યા. મને એક એવા મકાનમાં લઈ જવામાં આવ્યા જ્યાં બેઠેલા મંત્રીએ શંકરાચાર્યના મુખ્ય સ્થાન કુંભકાનમથી આવેલા વિશાળ પત્રોને નિકાલ કરતા હતા. ખુરશી વગરના આગળના ખંડમાં મને બેસાડીને વેંકટરામાનીએ શંકરાચાર્યને એક મંત્રી મારફત સંદેશ મોકલ્યો. અડધા કલાક પછી મંત્રીએ પાછા આવીને ખબર આપી કે મારી માગેલી મુલાકાત નહિ મળી શકે. શંકરાચાર્ય અંગ્રેજને મળવા નથી માગતા. હજુ તો બસે જેટલા લોકો મુલાકાત માટે રાહ જુએ છે. મુલાકાત મેળવવા કેટલાય લેકે શહેરમાં રાતભર પડી રહ્યા છે. મંત્રીએ એ માટે વારંવાર ક્ષમા માગી.
મેં પરિસ્થિતિને વિચારપૂર્વક વધાવી લીધી, પરંતુ વેંકટરામાનીએ કહ્યું કે એક ખાસ મિત્ર તરીકે એ શંકરાચાર્યને મળીને મારે માટે વકીલાત કરશે. ત્યાં ટાળે મળેલા કેટલાક લેકે એવી રીતે મકાનમાં દાખલ થવાને એમનો વિચાર જાગીને બડબડાટ કરવા લાગ્યા. લાંબી દલીલ તથા વારંવારના ખુલાસા પછી એમણે સૌને જીતી લીધાં. આખરે સ્મિત સાથે વિજયી બનીને એ પાછા આવ્યા.
Page #166
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
તમારી ખબાબતને શકરાચા ખાસ અપવાદરૂપ માનશે. એ તમને એકાદ કલાકમાં મળી શકશે.'
૧૮૩
મુખ્ય મંદિર તરફ જતી સુંદર શેરીઓમાં આંટાફેરા કરતાં મેં સમય પસાર કરવા માંડયો. રાખાડી રંગના હાથીએ તથા ઊંચા, બદામી રંગની ચામડીવાળાં ઊંટની પ ક્તિને પાણી પીવા લઈ જતા નાકા મને જોવા મળ્યા. પેાતાના પ્રવાસ દરમિયાન શંકરાચાર્ય જેના પર બેસતા તે સુદર પ્રાણીને પણ કેાઈએ મને પરિચય કરાવ્યા. એ ઊંચા હાથીની પીઠ પર મૂકેલી સુશોભિત અંબાડી પર એ બાદશાહી ઢબે સવારી કરતા. એ અખાડીને કીમતી વસ્ત્રો સેાનાના ભરતકામ તથા બીજા ઉત્તમ પ્રકારના શણગારોથી અલંકૃત કરવામાં આવતી. એ ગૌરવવાન હાથીને રસ્તા પરથી પસાર થતા હું જોઈ રહ્યો. આગળ વધતી વખતે એ સૂંઢને વાળી લેતા તે પાછી છૂટી મૂકતા.
કાઈ ધાર્મિક વ્યક્તિને મળવા જતી વખતે થેાડાંક ફળ, ફૂલ કે થેાડીક મીઠાઈ લઈ જવાની પુરાણી પ્રથાને યાદ કરીને મે' પણ એ મહાપુરુષ માટેની મારી ભેટ તૈયાર કરી. ફૂલ તથા નારંગી વિના ખીજુ કશું દેખાતું ન હેાવાથી, મારી અનુકૂળતા પ્રમાણે જેટલી લઈ શકાય તેટલી એ વસ્તુ મેં ખરીદ કરી.
શંકરાચાર્યના કામચલાઉ નિવાસની બહાર જામેલી ભીડને લીધે એક ખીજી મહત્ત્વની પ્રથાને મને ખ્યાલ જ ના રહ્યો. ‘ તમારા બૂટ કાઢી નાખો.’ વેંકટરામાનીએ મને તરત યાદ કરાવ્યું. ખુટ કાઢીને મેં એવી આશા સાથે શેરીમાં રહેવા દીધા કે મારા પાછા ફરતાં સુધી એ ત્યાં જ પડી રહેશે!
એક નાનકડા દરવાજામાંથી પસાર થઈને અમે એક ખાલી ખંડમાં આવી પહેાંચ્યા. એના દૂરના ખૂણામાં એક ઝાંખી પ્રકાશવાળી જગ્યામાં એક ટૂંકી આકૃતિ ઊભી રહેલી. એની પાસે જઈ મેં મારી ભેટ અર્પણ કરી અને નીચા નમીને નમસ્કાર કર્યા, એક
Page #167
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
સમાનસૂચક આવશ્યકતા તથા ઉચ્ચ કક્ષાની સભ્યતા તરીકેના એને વિચાર બાજુએ મૂકીએ તાપણુ કળાની દૃષ્ટિએ પણ એ પતિ ઘણી ક્રીમતી લાગે છે અને પ્રભાવિત કરે છે. મને ખબર હતી કે શકરાચાય કાંઈ પાપ નહેતા, કારણકે હિંદુધર્મમાં એવું કશું છે જ નહિ; પરંતુ એ ઘણા મેટા વિસ્તારમાં વસતી ધાર્મિક પ્રજાના ગુરુ અથવા પથપ્રદર્શક હતા. આખુંય દક્ષિણ ભારત એમની મર્યાદાને માન્ય રાખતું હતું.
۹۶
X
X
X
મેં એમની તરફ શાંતિથી ોયા કર્યું. એ ટૂંકા કદના પુરુષે સંન્યાસીને ભગવા રંગના ઝભ્ભા પહેરેલા અને દંડ પર હાથ મૂકીને વાંકા વળેલા. એમના વાળ તદ્દન રાખેાડી રંગના હતા તે જોઈને મને નવાઈ લાગી. કેમકે મને કહેવામાં આવેલુ` કે એમની ઉંમર ચાળીસેકની હતી.
રાખોડી તથા ભૂખરા રંગના સમિશ્રણવાળા એમના ઉદ્દાત્ત ચહેરા મારા સ્મરણપટ પર પડેલાં રેખાચિત્રામાં આજે પણ માનભરેલું સ્થાન ધરાવતાં હસી રહ્યો છે. જેને આધ્યાત્મિક કહેવામાં આવે છે તે અલૌકિક તત્ત્વ એ ચહેરા પર રમી રહ્યું હતું. એમના હાવભાવ નમ્ર અને સરળ હતા તથા એમની માટી કાળી આંખ સુંદર અને અત્યંત શાંત દેખાતી. નાક નાનું, સીધું અને વ્યવસ્થિત હતું. એમની દાઢી થાડીક ઊગેલી હતી. એમના મુખમડળની ગંભીરતા આગળ તરી આવતી. એમની મુખાકૃતિ મધ્યમયુગ દરમિયાન ખ્રિસ્તી દેવળમાં રહેતા સંતની મુખાકૃતિ સાથે મળતી આવતી : ફરક માત્ર એટલે જ હતા કે એમાં બુદ્ધિમત્તાના ગુણુ ઉમેરાયેા હતેા. મને લાગે છે કે વ્યાવહારિક પશ્ચિમમાં રહેતા આપણે એમ કહીશું કે એમની આંખ સ્વપ્નદષ્ટાની છે. ગમે તેમ પણુ મને એવા અવનીય અનુભવ થયા માંડવો કે એમની ભારે પાંપણની પાછળ કેવળ સ્વપ્ન કરતાં કશુક વધારે છુપાયેલું છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
૧૮૫
- “તમે મને મળવાની અનુજ્ઞા આપી તે માટે તમારે આભાર માનું છું. મેં આરંભ કરતાં ઉલ્લેખ કર્યો.
એ મારા લેખક મિત્ર તરફ ફર્યા અને માતૃભાષામાં કશુંક બોલ્યા. મેં એને અર્થ બરાબર સમજી લીધા.
“શંકરાચાર્ય તમારું અંગ્રેજી સમજે છે, પરંતુ એમને ભય છે કે તમે એમનું અંગ્રેજી નહિ સમજે. એટલા માટે એમના ઉત્તરને હું અનુવાદ કરી બતાવું એવી એમની ઈચછા છે.” વેંકટરામાનીએ કહી બતાવ્યું.
અમારી મુલાકાતના આરંભના તબક્કાઓમાંથી હું ઝડપથી પસાર થઈ જાઉં છું અને એમનું વર્ણન નથી કરતે, કારણકે એ મહાન પુરુષ કરતાં એ મારી સાથે વધારે સંબંધ ધરાવે છે. એમણે મને દેશમાંના મારા અંગત અનુભવ વિશે પૂછી જોયું. એક પરદેશી પર ભારતની પ્રજા તથા સંસ્થાઓની ખરેખર શી અસર પડે છે તે જાણવામાં એમને ઘણે રસ હતો. પ્રશંસા તથા ટીકા બંનેનું મુક્ત અને નિખાલસ રીતે સંમિશ્રણ કરીને, મેં એમની આગળ મારી ચોકકસ અસરો રજૂ કરી.
એ પછી અમારો વાર્તાલાપ વધારે વિશાળ ક્ષેત્રમાં વહેવા માંડ્યો. મને એ જાણી નવાઈ લાગી કે એ અંગ્રેજી સમાચારપત્રો નિયમિત વાંચે છે અને બહારની દુનિયામાં બનતા ચાલુ બનાવોથી પણ સારી પેઠે માહિતગાર છે. વેસ્ટમિનિસ્ટરમાં છેલ્લે છેલ્લે શું ચાલી રહ્યું છે એની એમને માહિતી હતી, અને યુરોપમાં લેકશાહીનું બાળક કેવી કપરી પ્રસવવેદનામાંથી પસાર થઈ રહ્યું છે તેની પણ એમને ખબર હતી.
શંકરાચાર્ય ભવિષ્યવેત્તાની દિવ્યદૃષ્ટિથી સંપન્ન છે એ વેંકટરામાનીની દૃઢ માન્યતા મને યાદ આવી. મને થયું કે જે એમ જ હેય તે દુનિયાના ભાવિ વિશે કાઈ અભિપ્રાય આપવા માટે આગ્રહ કરી જોઉં
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૮૬
માંડશે? ’
"
પરિસ્થિતિના સુધારને ફેરફાર બહુ જલદી થાય એવું નથી લાગતું.’ એમણે ઉત્તર આપ્યા : · એને માટે થાડા વખત લાગશે. દુનિયાના દેશે દર વરસે મેાતનાં શસ્રો પાછળ વધારે ખર્ચ કરતા હાય ત્યારે પરિસ્થિતિ કેવી રીતે સુધરી શકે ? ’
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
બધે ઠેકાણે રાજકીય અને આર્થિક સ્થિતિ કયારથી સુધરવા
• છતાં પણ આજે નિઃશસ્ત્રીકરણની વાતા ઘણી થાય છે. એના અર્થ ખરા કે નહિ ?’
.
‘ તમે તમારાં લડાયક વહાણાના ટુકડા કરી નાખેા અને તમારી તાપાને કાટ ચડાવા તાપણુ તેટલાથી જ કાંઈ યુદ્ધ બંધ નહિ થાય. લેાકા પાસે લાકડીએ રહેશે તાપણ તે લડાઈ કરતા રહેશે.’
"
તેા પછી પરિસ્થિતિ સુધારવા માટે શું કરવું જોઈએ ?’ જુદાજુદા દેશો તથા ગરીબ અને અમીર વચ્ચેની સમજ કે સહાનુભૂતિ સિવાય બીજી કાઈ રીતે શુભેચ્છાનું વાતાવરણ પેદા નહિ થઈ શકે અને સાચી શાંતિ તથા સમૃદ્ધિ પણ નહિ પ્રકટે.’ નજીકના ભવિષ્યમાં તા એવું નથી દેખાતું. અને તે પછી
<
આપણી દષ્ટિએ પરિસ્થિતિ ભાગ્યે જ આનંદકારક લાગે છે.’ શંકરાચાય દંડ પર ભાર દઈને હાથને આરામ આપવા લાગ્યા. છતાં ઈશ્વર છે.’ એમણે ધીમેથી ઉદ્ગાર કાઢયા.
:
6
એ હાય તાપણુ બહુ દૂર દેખાય છે.' મેં હિંમતપૂર્વક કહી
.
બતાવ્યું.
C
મનુષ્યજાતિને માટે ઈશ્વરના દિલમાં પ્રેમ વિના ખીજું કશું નથી.’ એમણે શાંત ઉત્તર આપ્યા.
• જગતમાં જે દીનતા ને અધમતા દેખાય છે એના પરથી તા એમ જ લાગે છે કે એ એકદમ ઉદાસીન છે.’હું લાગણુંીવશ બનીને મારા સ્વરમાંથી વક્રોક્તિની કટુતાને દૂર કર્યા વગર ખેાલી ઊઠયો.
Page #170
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
-
૧૮૭
શંકરાચાર્યે મારી તરફ આશ્ચર્યવશ થઈને જોવા માંડયું, મારા ઉતાવળિયા શબ્દો માટે મને તરત જ અફસોસ થયો.
ધીર પુરુષની દષ્ટિ વધારે ઊંડે જોઈ શકે છે. ઈશ્વર પિતાના નક્કી કરેલા વખતે પરિસ્થિતિ ઠીક કરવા માટે માનવહથિયારને ઉપયોગ કરશે. રાષ્ટ્રો વચ્ચેનું ઘર્ષણ, મનુષ્યોની અનૈતિકતા, અને લાખે દુખી લેકની કચ્છ સહિષ્ણુતા પિતાની પ્રતિક્રિયારૂપે, કઈક ઈશ્વરી પ્રેરણાવાળા પુરુષને મદદ કરવા પ્રેરિત કરશે. એ રીતે જોઈએ તે પ્રત્યેક સદીને પિતાને આગ ઉદ્ધારક હોય છે. એ ક્રમ વિજ્ઞાનના નિયમ પેઠે કામ કરે છે. આત્મિક અજ્ઞાન અને ભૌતિકવાદને પરિણામે પેદા થયેલી અધમતા જેટલી વધારે હશે એટલી જ લેકોત્તર મહાન વ્યક્તિ જગતની મદદ માટે પ્રકટ થશે.”
તમે એમ માને છે કે આપણું વખતમાં પણ કઈક એવી વ્યક્તિ પેદા થશે ?”
“આપણી સદીમાં. એમણે સુધાયું. “એ નિશ્ચિત છે. જગતની જરૂર એટલી બધી મોટી છે અને એને આધ્યાત્મિક અંધકાર પણ એવો તે ગાઢ છે કે કેઈક ઈશ્વરી પ્રેરણા પ્રાપ્ત મહાપુરુષને આવિર્ભાવ જરૂર થશે.”
“તે પછી તમારે અભિપ્રાય એ છે કે માણસોની વધારે ને વધારે અવનતિ થતી જાય છે ?' મેં પૂછયું.
ના. હું એવું નથી માનતો. એમણે સમભાવ સાથે ઉત્તર આપ્યો: “મનુષ્યની અંદર વસતો અલૌકિક અંતરાત્મા આખરે એને ઈશ્વરની પાસે અવશ્ય લઈ આવશે.”
પરંતુ પશ્ચિમનાં અમારાં શહેરોમાં એવા લફંગા લેકે વસે છે જેમના વર્તન પરથી આપણને એમ લાગે કે એમની અંદર દાન જ વાસ કરે છે. નવા જમાનાની સોનેરી ટેળીને યાદ કરીને મેં કહેવા માંડયું.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૮૮
ભારતના આધ્યમિક રહસ્યની ખોજમાં
“માણસે જે સંજોગોમાં જન્મે છે તે સંજોગો જેટલો દોષ માણસને દેવો ઠીક નથી. એમના સંજોગે અને એમની આજુબાજુનું વાતાવરણ એમને ખરેખર જેવા હોય છે તેથી ખરાબ બનવા માટે મજબૂર કરે છે. પૂર્વ કે પશ્ચિમ બંને વિશે એ સાચું છે. સમાજને વધારે ઉન્નત દશામાં લઈ જવાની જરૂર છે. ભીતિકવાદને આદર્શ વાદથી રેકો જોઈએ. દુનિયાની મુશ્કેલીઓને બીજો કોઈ સાચે ઉપાય નથી દેખાતો. દુનિયાના દેશે જે મુશ્કેલીઓમાં ડૂબતા જાય છે તેની વ્યથા તેમને એ ફેરફાર તરફ દોરી જશે. તમે જાણો જ છે કે નિષ્ફળતા કેટલીક વાર સફળતા તરફ લઈ જનારી સાબિત થાય છે.”
“તમે એવું ઈચ્છે છે કે માણસોએ આધ્યાત્મિક આદર્શોને એમના દુન્યવી વ્યવહારમાં ઉતારવા જોઈએ ?”
“અવશ્ય. એ અવ્યવહારું નથી. એ એક જ માર્ગ એવો છે જે છેવટે સૌને માટે સંતોષકારક પરિણામો લાવી શકશે અને એ પરિણામે લાંબા વખત સુધી ટકી શકશે. અને આમિક પ્રકાશની પ્રાપ્તિ કરનારા માણસે દુનિયામાં વધારે ને વધારે પ્રમાણમાં પેદા થશે તેમ એ પ્રકાશ પણ જલદી પથરાતો જશે. જો કે પહેલાંના વખત કરતાં થોડા ઓછા પ્રમાણમાં, પરંતુ ભારતના લકે આજે પણ એમના ધાર્મિક પુરુષોને ઉત્તેજન આપે છે અને માનની નજરે જુએ છે. જે દુનિયાના બધા દેશે એવું કરે, અને આધ્યાત્મિક દષ્ટિવાળા પુરુષ પાસેથી પથપ્રદર્શન પ્રાપ્ત કરે, તો દુનિયામાં સત્વર શાંતિ છવાઈ જાય ને વિશ્વ સમૃદ્ધિમાન થાય.”
અમારી વાતચીત ચાલુ રહી, મને એ સમજતાં વાર ના લાગી કે એમના કેટલાય દેશવાસીઓની પેઠે શંકરાચાર્ય પૂર્વને ઉત્તમ કહી બતાવવા માટે પશ્ચિમની બદનામી નહોતા કરતા. એ સ્વીકારતા હતા કે દુનિયાને પ્રત્યેક ગોળાર્ધ પિતાનાં ભૂષણે ને દૂષણે ધરાવે છે, અને એ દષ્ટિએ એમનામાં લગભગ સરખાપણું છે. એમને આશા
Page #172
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
૧૮૯
હતી કે ભવિષ્યની વધારે વિવેકી પેઢી એશિયા અને યુરોપની સભ્યતાનાં ઉત્તમ તને સુમેળ સાધીને વધારે ઊંચી, સુંદર અને સુવ્યવસ્થિત સમાજરચનાનું નિર્માણ કરશે.
એ વિષયને પડતું મૂકીને મેં કેટલાક અંગત પ્રશ્નો પૂછવાની અનુમતિ માગી. એ અનુમતિ મને સહેલાઈથી મળી ગઈ.
તમે શંકરાચાર્યને ખિતાબ ક્યારથી ધારણ કર્યો છે?”
ઈ. સ. ૧૯૦૭થી. એ વખતે મારી ઉંમર બાર વરસની હતી. મારી પસંદગી પછી હું ચાર વરસ બાદ કાવેરી નદીના કાંઠા પરના એક ગામમાં ગયો. ત્યાં રહીને મેં ત્રણ વરસ સુધી અભ્યાસ તથા ધ્યાનમાં મન લગાડયું. મારું જાહેર કાર્ય તે પછી જ શરૂ થયું.”
તમારા મુખ્ય કેન્દ્ર કુંભકાનમમાં તમે ભાગ્યે જ રહે છે એ સાચું છે?”
“એનું કારણ એ છે કે નેપાળના મહારાજાએ ઈ. સ. ૧૯૧૮માં મને થોડાક વખત માટે એમને મહેમાન થવાનું આમંત્રણ આપેલું. મેં એને સ્વીકાર કર્યો, અને ત્યારથી ઉત્તરમાં આવેલા એમના રાજ્યની દિશામાં મારો પ્રવાસ ચાલુ રહ્યો છે. છતાં આટલાં બધાં વરસ દરમિયાન હું થોડાક માઈલ જ આગળ વધી શક્યો છું, કારણ કે મારા પદની પરંપરા પ્રમાણે રસ્તામાં આવતા અને મને આમંત્રણ આપતા પ્રત્યેક ગામ કે નગરમાં, જે તે બહુ દૂર ના હોય તે, મારે રહેવું જોઈએ. સ્થાનિક મંદિરમાં મારે ધાર્મિક પ્રવચન કરવું જોઈએ. ને ગામ કે નગરના રહેવાસીઓને છેડે ઉપદેશ આપવો જોઈએ.'
મારી શોધ વિશે મેં નિર્દેશ કર્યો અને એમણે મને અત્યાર સુધી મળેલા યોગીઓ અથવા સંતપુરુષ સંબંધી પૂછપરછ કરી. એ પછી મેં નિખાલસપણે કહ્યું :
“ગની ઉત્તમોત્તમ સિદ્ધિઓ પ્રાપ્ત કરી ચૂકેલા અને એમને કોઈ પુરાવો આપી શકે તેવા અથવા એમનું પ્રદર્શન કરી શકે તેવા કઈ મહાપુરુષને મળવાની મારી ઈચ્છા છે. એવા સંતપુરુષે તે.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૯૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
કેટલાય છે. જે કાઈક પુરા માગીએ ત્યારે પુરાવાને બદલે વાતે જ કરી શકે. મારી માગણી શું વધારે પડતી છે?”
એમની શાંત આંખ મારી આંખમાં મળી રહી.
એક મિનિટ સુધી સંપૂર્ણ શાંતિ રહી. શંકરાચાર્યો દાઢી પર આંગળી મૂકી.
ઉત્તમ પ્રકારના સાચા વેગનો પરિચય પ્રાપ્ત કરવાની જ તમારી ઈચ્છા હોય તે એ ઈચ્છી કાંઈ વધારેપડતી ન કહેવાય. તમારી પ્રામાણિકતા તમને મદદ કરશે. તમારું નિશ્ચયબળ પણ સારું છે. વધુમાં તમારી અંદર એક પ્રકારના પ્રકાશનો ઉદય થઈ રહ્યો છે. તે તમને તમે જે ચાહે છે તેના તરફ દોરી જશે. એમાં શંકા નથી.”
હું તેમને બરાબર સમજી શકે કે કેમ તે બાબત મને શંકા રહી.
“મારા પથપ્રદર્શન માટે અત્યાર સુધી મેં મારા પર જ આધાર રાખ્યો છે. તમારા કેટલાક પ્રાચીન સંતાએ કહ્યું છે પણ ખરું કે આપણી અંદરના ઈશ્વરથી જુદા બીજા ઈશ્વર નથી રહ્યા. મેં કહેવાનું સાહસ કર્યું.
અને ધીમેથી ઉત્તર આપ્યો :
“ઈશ્વર બધે રહેલા છે. એમને પિતાની જાત પૂરતા જ સીમિત કેવી રીતે કરી શકાય ? એ તો સમસ્ત સૃષ્ટિને ટકાવી રહ્યા છે.'
મને લાગ્યું કે હું મારા ઊંડાણમાંથી બહાર નીકળતો જાઉં છું, અને એટલા માટે એ ઈશ્વરવિષયક જ્ઞાનમાંથી મનને હળવું કરવા મેં વિષય બદલ્યો.
“મારે માટે સૌથી વ્યવહારુ કમ કયો હોઈ શકે ?”
“હમણું તે પ્રવાસ ચાલુ રાખે. જ્યારે એ પૂરો થાય ત્યારે તમને મળેલા જુદાજુદા યોગીઓ અને સંતપુરુષોને યાદ કરે. એમનામાંથી તમને સૌથી વધારે પ્રભાવિત કરનારા એકને પસંદ કરીને એની પાસે પહોંચી જાઓ, તો એ તમને જરૂર દીક્ષા આપશે.'
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૯૧
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
હું એમની શાંત આકૃતિ તરફ જઈ રહ્યો અને એની પવિત્રતાની પ્રશંસા કરવા લાગ્યા.
પરંતુ ધારે કે એમનામાંથી કોઈનીય અસર મારા પર પૂરતા પ્રમાણમાં ન થાય તે ?”
એવી પરિસ્થિતિમાં ઈશ્વર પોતે જ તમને દીક્ષા ન આપે ત્યાં સુધી તમારે એકલે હાથે આગળ વધવું જોઈએ. નિયમિત રીતે ધ્યાન કરે. ઉત્તમ વિષયોનું પ્રેમપૂર્વક મનન કરો. આત્માને અવારનવાર વિચાર કરો, અને એમ કરવાથી એને અનુભવ કરી શકશે. સાધના માટે સવારનો સમય સૌથી ઉત્તમ છે. બીજો ઉત્તમ સમય સાંજનો છે. એ વખતે વાતાવરણ શાંત હોય છે તેથી ધ્યાનમાં કોઈ પ્રકારને વિક્ષેપ પેદા નથી થતો.”
એ મારી તરફ સહાનુભૂતિપૂર્વક જોઈ રહ્યા. એમના દાઢીવાળા વદન પર છવાયેલી દેવી શાંતિની મને અદેખાઈ આવી. શું મારા હદયને ભયભીત કરી દેનારાં ભયંકર વાવાઝેડને અનુભવ એમને નથી થયો? મેં લાગણીવશ થઈને એમને પૂછી નાખ્યું:
“મને નિરાશા મળે તે મદદ માટે હું તમારી પાસે આવી શકું ? શંકરાચાર્યે ધીમેથી માથું ધુણાવ્યું.
હું એક જાહેર સંસ્થાને ઉપરી છું. મારો વખત મારે માટે નથી હોતે. મારી પ્રવૃત્તિ મારા સમગ્ર સમયને ભેગ માગી લે છે. વરસો સુધી મેં રાતે ફક્ત ત્રણ જ કલાક નિદ્રા લીધી છે. મારાથી
વ્યકિતગત શિષ્યો કેવી રીતે કરી શકાય ? પિતાના શિષ્યોની પાછળ પિતાનો સમગ્ર સમય લગાડી શકે એવા ગુરુની શોધ તમારે કરી લેવી જોઈએ.'
પરંતુ મને કહેવામાં આવ્યું છે કે સાચા ગુરુ દુર્લભ કે વિરલ છે. અને એક અંગ્રેજને એ ભાગ્યે જ મળી શકે.”
મારા કથન સાથે એ સંમત થયા, પરંતુ વધુમાં બેલ્યા :
Page #175
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં સત્યનું અસ્તિત્વ છે. એનું દર્શન થઈ શકે છે.'
તમારી માહિતી પ્રમાણે ઊંચી જાતના યોગને પુરા આપી શકવા શક્તિમાન હોય એવા ગુરુ પાસે જવાનું તમે મને ના કહી શકે ?”
શંકરાચાર્યે થડા વખતની શાંતિ પછી પ્રત્યુત્તર આપ્યોઃ
હા, તમારી ઇચ્છા સંતોષી શકે એવા ભારતના બે મહાપુરુષોની મને માહિતી છે. એમાંના એક તો બનારસમાં વિશાળ મેદાનથી ઢંકાયેલા એક મોટા મકાનમાં વાસ કરે છે. બહુ જ ઓછા માણસોને એમને મળવાની મંજૂરી મળી શકે છે. હજુ સુધી કાઈ અંગ્રેજ એમના એકાંતવાસમાં ભંગ નથી પાડી શક્યો. હું તમને એમની પાસે મોકલું, પરંતુ મને ભય છે કે એક અંગ્રેજને પિતાના મકાનમાં પ્રવેશ કરવાની એ ના પાડશે.”
અને બીજા મહાપુરુષ?” મારી રસવૃત્તિમાં વધારો થયો.
બીજા મહાપુરુષ દક્ષિણમાં દૂર દૂર નિવાસ કરે છે. મેં એક વાર એમની મુલાકાત લીધી છે અને એ એક ઉત્તમ કોટિના સંતપુરુષ છે તેની મને ખાતરી છે. તેમને મળવા માટે હું તમને ભલામણ
એમનું નામ ?”
એ મહર્ષિ કહેવાય છે. એ ઉત્તમ આર્કીટના પ્રદેશમાં આવેલા અરુણાચલ પર્વત પર વાસ કરે છે. તમે એમને શોધી શકે તે માટે તમને પૂરેપૂરી માહિતી પૂરી પાડું ?”
મારી મનની આંખ આગળ એકાએક એક ચિત્ર આવીને ઊભું રહ્યું.
પિતાના ગુરુ પાસે જવા માટે મને વ્યર્થ સમજાવનાર પેલા પીળા ઝભ્ભાવાળા સાધુપુરુષ મારી સામે ઉભા રહ્યા. એ કઈ પર્વતમાળાનું નામ ગણગણવા લાગ્યા“અરૂણારા”
Page #176
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
૧૯૩
તમારે ઘણોઘણે આભાર માનું છું, સ્વામીજી !” મેં કહેવા માંડયું: “પણ મને એ જ સ્થળમાંથી આવનાર એક ભોમિયો, મળે છે.”
“તો પછી તમે ત્યાં જવાના છે ?” હું અચકાય.
આવતી કાલે દક્ષિણમાંથી વિદાય થવાની બધી જ તૈયારી મેં પૂરી કરી છે. મેં અનિશ્ચિત રીતે બડબડાટ કર્યો.
એ બાબત મારી એક વિનતી છે.
મહર્ષિને મળ્યા પહેલાં તમે દક્ષિણ ભારત નહિ છોડે એવું વચન આપે.”
એમની આંખ મને મદદરૂપ થવાની નિખાલસ ભાવનાથી ભરી હતી, તે હું જોઈ શક્યો. મેં વચન આપ્યું.
એમના વદન પર માયાળુ મિત ફરી વળ્યું. નિરાશ ન થતા. તમે જેને શે છે તે તમને જરૂર મળશે.' શેરીમાં એકઠા થયેલા ટોળાને ગણગણાટ ઘરમાં ફળી વાળ્ય.
મેં તમારે ઘણો કીમતી વખત લઈ લીધો. મેં એમની ક્ષમા માગી : “એને માટે હું ખરેખર દિલગીર છું.'
શંકરાચાર્યની ગંભીર મુખાકૃતિ જરા હળવી બની. એ બહારના એરડા સુધી મારી સાથે આવ્યા ને મારા સાથીદારના કાનમાં કાંઈક કહેવા માંડ્યા. એમના વાક્યમાં હું મારું નામ સાંભળી શક્યો.
દ્વાર પાસે પહોંચીને છેલ્લા પ્રણામ કરવા હું પાછો વળે. શંકરાચાર્યે મને વિદાયને સંદેશ આપવા પાછો બેલાવ્યો
તમે મને સદા યાદ કરજે, અને હું પણ તમને સદા યાદ રાખીશ.
Page #177
--------------------------------------------------------------------------
________________
ભારતને આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
એ આશ્ચર્યકારક સાંકેતિક શબ્દો સાંભળીને, બાળપણથી જેમણે પોતાનું સમગ્ર જીવન ઈશ્વરને અર્પણ કર્યું હતું એવા એ રસમય મહાપુરુષની મેં અનિચ્છાએ વિદાય લીધી. એ એક એવા ધર્મગુરુ હતા જે સર્વસ્વનો ત્યાગ કરીને સંપૂર્ણપણે નિવૃત્ત થયા હોવાથી, દુન્યવી સંપત્તિની પરવા નહોતા કરતા. જે કાંઈ ભૌતિક પદાર્થો એમને અર્પણ કરવામાં આવતા, તે બધા પદાર્થો એમની આવશ્યકતાવાળા લેકને એ તરત જ આપી દેતા. એમનું સુંદર અને નમ્ર વ્યક્તિત્વ મારા સમૃતિપટ પર ખરેખર રમતું રહેશે.
ચીંગલપટની કળાત્મક, જૂના જમાનાની સુંદરતાની ઝાંખી કરતાં મેં સાંજ સુધી એમાં ફર્યા કર્યું, અને પછી ઘેર પાછા ફરતાં પહેલાં શંકરાચાર્યનું અંતિમ દર્શન પણ કરી લીધું.
એ શહેરના સૌથી મોટા મંદિરમાં મળી શક્યા. અત્યંત નમ્ર, પાતળા, ભગવા ઝભાવાળા એ મહાપુરુષ સ્ત્રીપુરુષ તથા બાળકોના વિશાળ સમૂહને સંબોધી રહ્યા હતા. એ મોટા જનસમૂહમાં પૂરેપૂરી શાંતિ છવાયેલી હતી. એમની ભાષા હું સમજી ન શક્યો, પરંતુ એટલું તો સમજી શક્યો કે બુદ્ધિશાળી બ્રાહ્મણથી માંડીને અભણ ખેડૂત સુધીના જે સૌ ત્યાં એકઠા થયા હતા તે બધાનું ઊંડું ધ્યાન એ ખેંચી રહ્યા હતા. મને બરાબર સમજ તો ના પડી; પરંતુ એટલું અનુમાન તો હું જરૂર કરી શક્યો કે ગહનમાં ગહન વિષય પર પણ એ અત્યંત સરળ રીતે બેલતા હતા. એ એમની લાક્ષણિકતા હતી.
એમના ઉદાત્ત આત્માની કદર કરવા છતાં, એમના અસંખ્ય શ્રોતાઓની એમનામાંની સહજ શ્રદ્ધા જોઈને મને ઈર્ષા થઈ આવી. એમના જીવનમાં શંકાનાં વમળે ઊઠતાં નહોતાં. ઈશ્વર છે એવી માન્યતામાં જ એમની બધી વાતો સમાઈ જતી. એમને એ બાબતનું જ્ઞાન નહોતું કે જ્યારે જગત જંગલના ઘોર અંધકાર જેવું ભયંકર લાગે છે, ઈશ્વરનું અસ્તિત્વ પણ શૂન્યવત બની જાય છે, અને વિશાળ વિશ્વના દુનિયાને નામે ઓળખાતા આ નાનકડા
Page #178
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
૧૯૫
ક્ષણભંગુર ટુકડા પર માણસનું પિતાનું અસ્તિત્વ પણ એક સાધારણ ટપકાથી વધારે કશું જ નથી લાગતું, ત્યારે આત્માની અંધારી રાત્રીઓમાંથી પસાર થવાનો અર્થ શું થાય છે.
મોટરમાં બેસીને અમે તારામત્યા વાદળી આકાશની નીચેથી પસાર થતા ચીંગલપટથી બહાર નીકળ્યા. એકાએક વાતા વાયુને લીધે પાણીની સપાટી પર હાલતી તાડવૃક્ષોની ડાળીઓનો સ્વર હું સાંભળી શક્યો.
એટલામાં તે મારા સાથીદારે શાંતિનો ભંગ કર્યો. “તમે સાચેસાચ સદ્દભાગી છો!”
કેમ ?”
“કારણ કે શંકરાચાર્યે એક અંગ્રેજ લેખકને આપેલી આ પહેલી જ મુલાકાત હતી.'
“એમ?” એથી તમને એમનો આશીર્વાદ મળ્યો !”
ઘેર આવ્યો ત્યારે લગભગ મધ્યરાત્રીનો વખત થઈ ગયેલું. મેં મારા માથા ઉપર છેલ્લી નજર નાખી. વ્યોમના વિશાળ ઘુમટમાં તારાઓ અસંખ્યની સંખ્યામાં જડાઈ ગયેલા. યુરેપમાં ક્યાંય પણ એમનું દર્શન આટલા બધા પુષ્કળ પ્રમાણમાં નથી થતું. પગથિયાં પરથી દોડીને હું ઓસરીમાં ગયો, ને મારી બેટરી ધરીને ઊભો રહ્યો.
અંધકારમાંથી એક નીચી નમેલી આકૃતિએ ઊઠીને મારું સ્વાગત કર્યું.
હું આશ્ચર્યચકિત બનીને બેલી ઊઠશેઃ “સુબ્રમણ્ય ! અહીં શું કરે છે?” ભગવા ઝભાવાળા યોગીએ અટ્ટહાસ્ય કર્યું.
“મેં તમને મળવાનું વચન નહોતું આપ્યું ?” એમણે ઠપ દેતા હોય તેમ યાદ દેવડાવ્યું.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૯૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
૮ ખરાખર.’
વિશાળ ઓરડામાં આવીને મેં પૂછી નાખ્યું : તમારા ગુરુ મહર્ષિ કહેવાય છે કે ?'
હવે એ અચરજ પામ્યા.
"
તમે કેવી રીતે જાણા? તમને તેની ખબર કેવી રીતે પડી?’
'
' એ વાત જવા દે. કાલે આપણે બંને એમને ત્યાં જવા
માટે પ્રસ્થાન કરીશું. હું મારા કાર્યક્રમ બદલી નાખીશ.'
:
આ સમાચાર અત્યંત આનાયક છે.’
:
પરંતુ હું ત્યાં લાંબે વખત નહિ રહી શકુ થાડા દિવસ જ રહી શકીશ.’
પછીના ખીજા અડધા કલાક દરમિયાન મેં એમને કેટલાક ખીજા પ્રશ્નો પૂછ્યા, અને પછી ખૂબ થાકેલા હેાવાથી હું સૂવા ગયા. જમીન પર પડેલી તાડપત્રની ચટાઈ પર સૂઈને સુબ્રમણ્યે સાષ માન્યા. ગાદી, ચાદર તથા કામળી તરીકે કામ આવતા જાડા સુતરાઉ કપડાથી એમણે પેાતાના શરીરને ઢાંકી દીધું, ને વધારે આરામદાયક બિછાના માટેની મારી દરખાસ્ત એમણે નકારી કાઢી.
એ પછીની જે ઘટનાની મને સ્મૃતિ છે તે એ કે મારી આંખ એકાએક ઊઘડી ગઈ. એરડામાં એકદમ અંધારું હતું. મારા જ્ઞાનતંતુ તંગ બની ગયા. મારી આજુબાજુનું વાતાવરણ વીજળીની અસરવાળી હવાથી ભરપૂર થઈ રહ્યું. ઓશીકા નીચેથી ઘડિયાળ કાઢીને એના રેડિયમથી પ્રકાશિત શરીર તરફ જોયું તે સવારના પેાણા ત્રણ વાગ્યા હતા. એ જ વખતે મારી પથારી પાસે મને કાઈ તેજસ્વી પદાર્થ દેખાયા. મેં તરત જ ખેડા થઈને એની તરફ જોવા માંડયું. મારા આશ્રય વચ્ચે મેં જોયું કે એ વદન અને સ્વરૂપ શંકરાચાર્યનું હતું. એ કાઈ પણ જાતની શંકા વગર સ્પષ્ટ રીતે જોઈ
Page #180
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
૧૭
શકાયું. એ કઈ અવકાશમાં રહેતા પ્રેત જેવા નહોતા દેખાતા, પરંતુ નકકર માનવ હતા. એમની આજુબાજુ રહસ્યમય પ્રકાશ પથરાયેલા હતો, જે એમને આસપાસના અંધકારથી અલગ પાડતો હતો.
આવું દર્શન ખરેખર અસંભવિત હોય ? મેં એમને ચીંગલપટમાં નથી છોડયા ? એ ઘટનાની ખાતરી કરવા મેં મારી આંખને જોરથી મીંચી દીધી. છતાં કશે ફરક ન પડયો, અને એ એટલા જ સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યા !
એટલું કહેવું પૂરતું થશે કે એમની હાજરી મને મિત્રતાભરી તથા માયાળ લાગવા માંડી. મેં આંખ ખોલી ને ઢીલા ઝભ્ભાવાળી એ આકૃતિને જોવા માંડી.
એમને ચહેરો બદલાયો, કારણ કે હોઠ હસીને કહેવા માંડ નમ્રતા ધારણ કરે ને જે શોધો છો તે તમને જરૂર મળશે
એક જીવતી જાગતી વ્યક્તિ મને સંબોધી રહી છે, એવી લાગણી મને શા માટે થઈ ? મેં એને વધારે કાંઈ નહિ તે છે કેમ ન માની ?
એ દર્શન જેવી રહસ્યમય રીતે થયું તેવી જ રહસ્યમ વિલીન થયું. એ અસામાન્ય પ્રકારના દર્શનેથી મને સુખ સ્વસ્થતાની પ્રાપ્તિ થઈ, અને ઉત્તમ અવસ્થાને અનુભવ થયો સ્વપ્ન માનીને એની ઉપેક્ષા કરું ? એથી શો ફેર પડશે ? - એ રાતે મને વધારે નિદ્રા ન આવી. દિવસ દરમિયાન થયે મેળાપ વિશે અને દક્ષિણ ભારતની સીધીસાદી જનતાના ઈશ્વરી પ્રતિનિધિ જેવા કુંભકનમના શંકરાચાર્ય સાથેની યાદગાર મુલાકાતે વિશે વિચારો કરતાં હું જાગતો જ પડી રહ્યો.
ભા. આ. ૨. ખે. ૧૩
Page #181
--------------------------------------------------------------------------
________________
e
અરુણાચલની તળેટીમાં
દક્ષિણ ભારતની રેલવેના છેલ્લા સ્ટેશન મદ્રાસથી હું અને રણ્ય સિલેાન ખેટ ટ્રેનના ડબામાં ખેડા. થોડા કલાકો સુધી ત્રવિચિત્ર દશ્યેા વચ્ચેથી અમે આગળ વધ્યા. ડાંગરનાં લીલાંછમ તરા, કીકી રાતી ટેકરીઓ, અને ભભકાદાર નાળિયેરનાં વૃક્ષાની નાદાર વાડીઓની વચ્ચે છૂટાછવાયા ખેડૂતા કામ કરી રહ્યા હતા. ખારી પાસે બેઠક લીધી, પરંતુ રાત્રીના અંધકાર ધરતી ફરી વળવા માંડયો એટલે મારા મગજને ખીજા વિચારામાં દીધુ. બ્રહ્મે આપેલી સાનાની વીંટી પહેર્યા પછી મારા શું બનવા માંડેલી અદ્ભુત ઘટનાએ મને યાદ આવી. મારી
એ બદલાઈ ગઈ : અને અણધાર્યા પ્રસંગેાની પરંપરા મારા માં પેદા થઈને મારી ધારણા પ્રમાણે મને પૂર્વ દિશામાં લ રાને બદલે દૂર ને દૂર દક્ષિણમાં લેતી ગઈ. મને પ્રશ્ન થયો કે આ માની વીંટીમાં જે પથ્થર છે તેની અંદર યાગીએ દાવા કર્યા મુજબની અલૌકિક શક્તિ છે? મે મારા મગજને ખુલ્લું રાખવાને પ્રયાસ કરી તેયા, છતાં એવું તેા લાગ્યું` જ કે વૈજ્ઞાનિક ઢબે કેળવાયેલા કાઈ પણ પશ્રિમવાસી એ વિચારને માન્ય નહિ રાખે, એ વિશેની બધી શકા
મનમાંથી કાઢી નાખી, પરંતુ મારા વિચારાની પાછળની ચાક્કસતાના અંત આણામાં મને સફળતા ન મળી. પગલાં
Page #182
--------------------------------------------------------------------------
________________
અરુણાચલની તળેટીમાં
- ૧૯૯
પર્વતીય આશ્રમ તરફ શા માટે આગળ વધી રહ્યાં છે? ભગવા ઝભ્ભાવાળા બે પુરુષોએ ભાગ્યના દૂત બનીને મારી નીરસ દષ્ટિને મહર્ષિની દિશામાં વાળવાનું શા માટે ઉચિત માન્યું ? ભાગ્ય શબ્દનો પ્રયોગ હું કઈ સામાન્ય અર્થમાં નહિ પરંતુ બીજે વધારે સુંદર શબ્દ ન મળવાથી જ કરી રહ્યો છું. મારા ભૂતકાળના અનુભવે મને શીખવ્યું છે કે દેખીતી રીતે મહત્વની ન લાગતી ઘટનાએ મનુષ્યની જિદગીના ઘડતરમાં અણધાર્યો ભાગ ભજવતી હોય છે.
ભારતમાંના ફ્રેંચ સંસ્થાનના નાના સરખા અવશેષ જેવા પંડીચેરીથી ચાળીસ માઈલ દૂર ટ્રેનમાંથી નીચે ઊતરીને અમે રેલવેને મુખ્ય માર્ગ છોડી દીધો. અંદરના ભાગમાં આશરે બે કલાક સુધી વેરાન વિશ્રામગૃહના ઝાંખા પ્રકાશમાં પ્રતીક્ષા કરી. બહારના નિર્જન પ્લેટફોર્મ પર તારાના તેજમાં અસ્પષ્ટ દેખાતા, પ્રેતને મળતા આવતા, ઊંચા શરીરવાળા પેલા સાધુપુરુષ આટા મારવા માંડ્યા. આખરે વખતે આવેલી, પાટા પર એકધારે અવાજ કરતાં આગળ વધતી ટ્રેનમાં અમે આગળ વધ્યા. ટ્રેનમાં મુસાફરે બહુ ઓછા હતા.
મને સ્વપ્નાંવાળી થોડાક વખતની સરસ ઊંઘ આવી ગઈ. છેવટે મારા સાથીદારે મને જાગ્રત કર્યો. અમે રસ્તામાં આવતા એક નાના સટેશને ઊતરી પડયા, અને ઘોંઘાટ કરતી ગાડી શાંત અંધકારમાં આગળ વધી. રાત્રી હજી પૂરી નહોતી થઈ, એટલે કોઈ પણ જાતના આરામ વિનાના, ખુલ્લા, નાના વિશ્રામગૃહમાં અમારે બેસવું પડયું. એનો નાનો દીવો પણ અમે જ સળગાવ્યું.
રાત્રીની સાથે દિવસ સપરિપણું માટે લડતો હતો તે દરમિયાન અમે ધીરપૂર્વક રાહ જોતા બેસી રહ્યા. છેવટે પરોઢને વખત થયો, અમારા એારડાની પાછળની નાની ખુલ્લી બારીમાંથી એનું આછું અજવાળું અંદર આવ્યું ત્યારે આજુબાજુને જે ભાગ જોઈ
Page #183
--------------------------------------------------------------------------
________________
२००
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
શક્યો તે જોવાનો મેં પ્રયાસ કરી જોયો. સવારના ધુમસને પેલે પાર, દેખીતી રીતે જ ચેડાક માઈલ દૂર એકાંત પર્વતમાળાની આછીપાતળી આકૃતિ દેખાઈ. એની તળેટી ઘણી આકર્ષક લાગી, કાયા પણ સારી પેઠે વિસ્તરેલી દેખાઈ, પરંતુ વહેલી સવારના ધુમસથી ખૂબ ખૂબ ઢંકાયેલું હોવાથી એનું મસ્તક કે શિખર ના જઈ શકાયું.
મારા માર્ગદર્શકે બહાર જવાનું સાહસ કરીને બળદગાડીમાં ઘસાટ ઊંઘતા કોઈ માણસને શોધી કાઢયો. એકાદ બે બૂમે પાડવાથી એ જાગી ગયો, અને પોતાને કરવાના કામની ખબર એને પડી ગઈ. અમારા ગંતવ્યસ્થાનની માહિતી મળતાં એ અમને બળદગાડીમાં બેસાડવા તૈયાર થયે. બે પૈડાંને આધારે તૈયાર કરેલા વાંસના ચંદરવાવાળા એના એ સાંકડા સાધન તરફ મેં શંકાશીલ નજરે જોવા માંડયું. આખરે અમે મુશ્કેલીને અનુભવ કરતાં ઉપર ચડી ગયા, અને ગાડીવાળાએ અમારી પાછળ સામાન ગઠવ્યો. પેલા સાધુપુરુષ એક વ્યક્તિને જેટલી ઓછામાં ઓછી જગ્યા જોઈએ એટલી ઓછી જગ્યામાં બેસી ગયા. ચંદર નીચો હોવાથી નીચો નમીને હું પગને લટકતા રાખીને બેસી ગયે. ગાડીવાળો બંને , બળદની વચ્ચેના લાકડાના દાંત પર, હડપચીને ઘૂંટણે લગાડીને બેસે તેમ બેઠે, અને જગ્યાનો પ્રશ્ન એવી રીતે ઓછાવત્તા પ્રમાણમાં સંતોષકારક રીતે ઊકલી ગયા પછી અમે એને આગળ વધવા જણાવ્યું.
બંને મજબૂત બાંધાના, નાના, સફેદ બળદને રસપ્રદ પ્રયાસ છતાં અમારો વેગ ઘણે ધીમે હતે. ભારતના અંદરના ભાગમાં એ સુંદર પ્રાણીઓ ઘણું ઉપયોગી નીવડે છે, કારણ કે ઘોડા કરતાં ગરમી સહન કરવામાં એ વધારે શક્તિશાળી છે અને એમને ખોરાક પણ ઘોડાના ખોરાકની સરખામણીમાં વધુ ખર્ચાળ નથી હોતો. શાંત ગામડાં તથા નાના શહેરાના રિવાજે સૈકાઓ વીતવા છતાં વધારે નથી ‘બદલાયા. ઈસવી સન પૂર્વે ૧૦૦ વરસ દરમિયાન મુસફરને એક સ્થળમાંથી બીજા સ્થળમાં લઈ જતાં બળદગાડાં બે હર વરસ પછી આજેય એને લઈ જવાનું કામ કરી રહ્યાં છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
અરુણાચલની તળેટીમાં
૨૦૧
* *
, ટીપેલા કાંસાના રંગના મેઢાવાળા અમારા ગાડીવાળાને બળદે માટે ઘણું ગૌરવ હતું. એમનાં લાંબાં સુંદર અણિયાળાં શીંગડાં સુંદર ઘરેણાંથી શણગારવામાં આવ્યાં હતાં, અને એમના પાતળા પગે પિત્તળની રણકાર કરતી ઘંટડીઓ બાંધેલી. એમના નાકમાં નાખેલી નાથની મદદથી એમને હાંકવામાં આવતા હતા. એમના પગ ધૂળિયા રસ્તા પર પ્રસન્નતાથી પડતા હતા અને નજીક આવતી જતી સવારનું હું નિરીક્ષણ કરતો હતો.
અમારી ડાબી ને જમણી બંને બાજુએ સુંદર અથવા આકર્ષક પ્રદેશ જોવા મળતો. એ પ્રદેશ કેવળ ઉજજડ મેદાની પ્રદેશ નહોતે, કારણ કે ક્ષિતિજ પર જયાં જયાં નજરે પડતી ત્યાં અવારનવાર નાની ટેકરીઓને ઊંચા ભાગનું પણ દર્શન થતું. થરના છેડની વાડની વચ્ચેની આજુબાજુનીલમના જેવાં દેખાતાં થોડાં ડાંગરનાં ખેતરે જોવા મળતાં.
પરિશ્રમથી ભરેલા ચહેરાવાળા ખેડૂત અમારી પાસેથી પસાર થ. એ ખેતરમાં કામ કરવા જતો હતો. થોડી વારમાં માથે પિત્તળને ઘડો મૂકીને આવતી કાઈક છોકરી સામી મળી. એના શરીર પર લાલ રંગના વસ્ત્ર વિના બીજું કાંઈ જ નહોતું. એના ખભા ઉઘાડા હતા. એને નાકે લાલ રંગની નથની હતી, અને હાથે સવારના ઝાંખા સૂર્યપ્રકાશમાં ચળકતી પાંચી હતી. બ્રાહ્મણ અને મુસલમાન સિવાયના આ બાજુના મોટા ભાગના નિવાસીઓની જેમ તે પણ દ્રાવિડ છે એવું એની ચામડીની કાળાશ પરથી કહી શકાતું. એ દ્રાવિડ છોકરીઓને સ્વભાવ મોટે ભાગે આનંદી ને સુખી હોય છે, એમના પ્રદેશની સ્ત્રીઓ કરતાં તે વધારે વાચાળ અને વિશેષ મધુર સ્વરવાળી હોય છે.
કરી અમારી તરફ આશ્ચર્યચકિત થઈને નિષ્કપટ ભાવે જેવા માંડી. એના પરથી મેં અનુમાન કર્યું કે અંગ્રેજો આ અંદરના પ્રદેશની મુલાકાત ભાગ્યે જ લેતા હશે.
Page #185
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એવી રીતે નાનું શહેર આવ્યું ત્યાં સુધી અમે સફર કર્યા કરી. એનાં મકાને સમૃદ્ધ દેખાયાં, એ મકાના એક વિશાળ ઊંચા મંદિરની બંને બાજુની શેરીઓમાં બધાયેલાં હતાં. મારી ભૂલ ન થતી હાય તા મદિર બે ફર્લાંગ લાંબું હતું. એના એક વિશાળ પ્રવેશદ્વાર પાસે પહેાંચીને એની સ્થાપત્યકળાની ભવ્યતાના ઊડતા ખ્યાલ કરી જોયા. અમે એકાદ બે મિનિટ ત્યાં રોકાયા તે દરમિયાન એ જગ્યાની ઉપલક ઝાંખી કરવા મેં અંદર ડેાકિયુ. યુ. એના કદની જેમ એની અદ્ભુતતા પણ નવાઈ પમાડે તેવી હતી. એવું સ્થાપત્ય મેં પહેલાં કદીય જોયું નહોતું. ભૂલભૂલામણી જેવા લાગતા અંદરના મેટા ભાગ વિશાળ ચેારસથી વીંટળાયેલા હતા. મને લાગ્યું કે આજુબાજુની ચારે ઊંચી દીવાલા સૂના તીખા તાપમાં સૈકાઓ સુધી તપી તથા રંગાઈ હશે. પ્રત્યેક દીવાલને એકેક પ્રવેશદ્વાર હતું, અને એની ઉપર ભવ્ય દેવાલય જેવા દેખાવ કરવામાં આવેલા હતા. એને જોઈને શણગારેલા શિલ્પવાળા પિરામિડની સ્મૃતિ થઈ આવતી. એના નીચેનેા ભાગ પથ્થરના બનાવેલા હતા પરંતુ ઉપ૨ના ભાગ ઈંટા પર ભારેખમ પ્લાસ્ટર કરેલા હેાય એમ લાગતું. એ દેવાલય કેટલાય માળમાં વહેંચી નાખવામાં આવેલું હતું. અને એની સપાટી પર ભાતભાતની અનેક આકૃતિએ દારવામાં આવેલી હતી તેમ જ કાતરણી કરેલી હતી. એ ચાર પ્રવેશદ્વાર ઉપરાંત મદિરની અંદર બીજા પાંચ દ્વાર જોઈ શકાતાં હતાં. રૂપરેખાની દૃષ્ટિએ જોતાં ઇજિપ્તના પિરામિડાને એ મળતાં આવતાં અને એમની સ્મૃતિ કરાવતાં.
२०९
લાંબા છાપરાવાળા મઠના ભાગ પર, પથ્થરના અસંખ્ય થાંભલા પર, વચ્ચેના મેટા ખુલ્લા ભાગ પર, ઝાંખાં મદિરા તથા અંધારી પરસાળ પર તેમ જ બીજા અનેક નાનાં મકાનો પર મેં છેલ્લી નજર નાખી જોઈ, અને નજીકના ભવિષ્યમાં એ રસિક સ્થળનું નિરીક્ષણ કરવાની મનોમન નોંધ કરી.
Page #186
--------------------------------------------------------------------------
________________
૨૦૩
અરુણાચલની તળેટીમાં - બળદોએ દેડવા માંડયું અને ફરી વાર ખુલ્લા પ્રદેશમાં આવી પહોંચ્યા. અમારી પાસેથી પસાર થતાં દો ઘણાં સુંદર હતાં. રસ્તો લાલ ધૂળથી ઢંકાયેલો હતો. એની બંને બાજુએ નાના છોડવા તથા વચ્ચે વચ્ચે ઊંચા ઝાડનાં ઝુંડ હતાં. એની ડાળીઓમાં કેટલાંય પંખીઓ છુપાઈ રહેલાં. એમની પાંખો ફફડાટ સાંભળી શકાતો અને દુનિયામાં બધે ગવાતા એમના સમૂહગીતના છેલ્લા સ્વર પણ સાંભળવા મળતા હતા.
રસ્તા પર વચ્ચેવચ્ચે કેટલાંય સુંદર મંદિરે આવતાં. એમની સ્થાપત્યકળાની વચ્ચેનો તફાવત જોઈને મને પહેલાં તો નવાઈ લાગી, પરંતુ પાછળથી જણાયું કે એમની રચના જુદાજુદા જમાનામાં થયેલી છે. એમાંનાં થોડાંક ખૂબખૂબ શણગારેલાં, અને હિંદુ પ્રથા પ્રમાણે સારી રીતે કે તરેલા હતાં, પરંતુ મોટા ભાગનાં તે દક્ષિણ સિવાય ક્યાંય ન દેખાયેલા સપાટ થાંભલાઓને આધારે ટકી રહેલાં. બેત્રણ મંદિરે એવાં પણ હતાં જેમની રૂપરેખા કે કાતરથી ગ્રસનાં મંદિરોની યાદ અપાવતી.
સ્ટેશનથી જેની આછીપાતળી રૂપરેખા જોવા મળેલી તે પર્વતમાળાની તળેટીના પ્રદેશમાં પહોંચ્યા ત્યારે મને લાગ્યું કે અત્યાર સુધી આશરે પાંચથી છ માઈલની મુસાફરી થઈ ચૂકી છે. સવારના ચાખા સૂર્યપ્રકાશમાં એ પર્વતમાળા રતૂમડા ભૂખરા રંગના રાક્ષસ જેવી દેખાતી. ધુમ્મસ હવે હઠી ગયું હોવાથી ઉપરનું વિશાળ શ્રેમ સ્પષ્ટ દેખાયું. એની સાથે જ પર્વતમાળા પણ જોઈ શકાઈ. રતુમડી જમીન અને ભૂખરા પથ્થરવાળી એ એકાંત પર્વતમાળા મોટે ભાગે ઉજજડ હતી; એનો મોટા ભાગનો પ્રદેશ ઝાડ વગરનો અને અવ્યવસ્થિત રીતે આમતેમ પડેલા પથ્થરના જથ્થાઓમાં વહેંચાયેલ હતો.
અરુણાચલ ! પવિત્ર લાલ પર્વત !” મારી દષ્ટિની દિશાને લક્ષમાં લઈને મારા સાથીદારે ઉદ્ગાર કાઢયા. એમને વદન પર સન્માનની ઉજજવળ રેખા ફરી વળી. કેઈક મધ્યકાલીન સંતની પેઠે કામચલાઉ વખતને માટે એ જાણે કે ભાવસમાધિમાં ડૂબી ગયા.
Page #187
--------------------------------------------------------------------------
________________
૨૦૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એ નામને કઈ અર્થ છે ખરો?” એમને પ્રશ્ન કર્યો. “એનો અર્થ મેં તમને હમણું જ કહી બતાવ્યો. એમણે સસ્મિત ઉત્તર આપ્યોઃ “અરુણાચલમાં અરુણ અને અચલ નામના બે શબ્દો છે. એમને અર્થ લાલ પર્વત થાય છે. અને મંદિરના મુખ્ય દેવતાનું નામ પણ એ જ હોવાથી, એનો પૂરે અર્થ પવિત્ર લાલ પર્વત એ કરવાને છે.”
તો પછી પવિત્ર દેવતાની વાત ક્યાંથી આવી?”
મંદિરના પૂજારીઓ વરસમાં એક વાર મોટો ઉત્સવ કરે છે. મંદિરમાં એ ઉત્સવ કરવામાં આવે છે ત્યારે, એ વખતે પર્વતની
ચ પર અગ્નિ જગાવવામાં આવે છે. એની જવાળામાં કપૂર તથા આપણને મોટો જથ્થો નાખવામાં આવે છે. એ દિવસો સુધી બન્યા કરે છે અને ફરતા કેટલાય માઈલથી જોઈ શકાય છે. એને જોનાર તરત જ એને પ્રણામ કરે છે. એના પરથી એવી પ્રતીતિ થાય છે કે આ પર્વતની જગ્યા પવિત્ર છે અને એમાં કોઈ મહાન દેવતા વાસ કરે છે.”
ટેકરી હવે અમારા મસ્તક પર આવી પહોંચી. લાલ, ભૂખરા ને રાખડી રંગવાળું એ એકાંત પર્વતશિખર પિતાના મસ્તકને આકાશમાં હજારો ફીટ ઉપર ઉઠાવીને કૈક અસભ્ય રીતે વિભવી બનીને ઊભું હતું. સાધુપુરુષના શબ્દની મારા પર અસર થવાથી કે કેઈ બીજા કારણથી, એ પવિત્ર પર્વતના ચિત્રનું ધ્યાન કરવાથી અને અરુણાચલની સીધી ચડાઈ તરફ આશ્ચર્યભર્યો દષ્ટિપાત કરવાથી, મારી અંદર સન્માનની એક ભયમિશ્રિત વિચિત્ર લાગણી પેદા થઈ.
તમને ખબર છે ?” મારા સાથીદારે કાનમાં ધીમેથી કહેવા માંડયું : “આ પર્વતને ફક્ત પવિત્ર પ્રદેશ જ નથી માનવામાં આવતો, પરંતુ અહીંની સ્થાનિક પરંપરા પરથી તે એવું જણાય છે કે દેવોએ એને જગતના આધ્યાત્મિક કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કર્યો છે.”
Page #188
--------------------------------------------------------------------------
________________
અરુણાચલની તળેટીમાં
૨૦૫
એ નાનકડી દંતકથા સાંભળીને મારાથી હસ્યા વિના ના રહી શકાયું. એ કેટલી બધી સરળ અથવા નિખાલસ હતી ?
આખરે મને જણાયું કે અમે મહર્ષિના આશ્રમની પાસે આવી પહોંચ્યા છીએ. રસ્તાની એક બાજુએ વળીને એક સામાન્ય માર્ગ પરથી પસાર થઈને અમે નાળિયેરી અને આંબાનાં વૃક્ષોનાં ઝુંડની પાસે પહોંચી ગયા. એને ઓળંગીને આગળ વધતાં એ માર્ગ એક ખુલ્લા દરવાજા પાસે આવીને પૂરે થયો. ગાડીવાળાએ નીચે ઊતરીને દરવાજાને પાછો ધકેલ્યો અને પછી અમને મોટા કાચા ચોકમાં હાંકી ગયે. અક્કડ થઈ ગયેલાં અંગોને છૂટાં કરીને, નીચે જમીન પર ઊતરીને મેં આજુબાજુ જોવા માંડયું.
મહર્ષિનું એ આશ્રયસ્થાન આગળના ભાગમાં નજીક ઊગેલાં વૃક્ષો ને ગીચ ઝાડીવાળા બગીચાથી ઘેરાયેલું હતું. પાછળ તથા બાજુ પર છોડ તથા થોરની વાડ હતી, અને દૂર પશ્ચિમ તરફ ગીચ જંગલ અથવા વન હતું. એની સ્થાપના અત્યંત રમણીય રીતે પર્વતની તળેટીના નીચેના ભાગમાં કરવામાં આવેલી હતી. એ એકાંત અલગ જગ્યા ધ્યાનમાર્ગને ઉત્તમોત્તમ અભ્યાસ કરનારને માટે સુયેગ્યદેખાતી.
ચેકની ડાબી બાજુએ ઘાસના છાપરાવાળાં બે મકાન હતાં. એમની નજીકમાં એક અદ્યતન ઢબનું, લાંબું મકાન હતું. એનું લાલ નળિયાંવાળું છાપરું ઉપરનાં નેવાં તરફ ઝૂકેલું હતું. એના આગળના ભાગમાં નાની એાસરી હતી.
ચેકની વચ્ચેના ભાગમાં મોટો કૂવો હતો. ત્યાં એક છોકરે જોવા મળે. કમર સુધી ઉઘાડા શરીરવાળો, કાળી શાહી જેવી ચામડીવાળા, એ છેકરે કરકર અવાજ કરતી ગરગડીની મદદથી ધીમેથી પાણીની બાલદી કાઢતો હતો.
અમારા આગમનને અવાજ સાંભળીને મકાનમાંના થોડાક માણસો ચોકમાં આવ્યા. એમનો પહેરવેશ તદ્દન જુદે હતે. એકની કમર પર ફાટેલે -તૂટેલે કપડાને ટુકડે વીંટેલું હતું, પરંતુ બીજાએ
Page #189
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
કીમતી સફેદ રેશમી કફની પહેરેલી હતી. એ અમારી તરફ જિજ્ઞાસાભરી દૃષ્ટિથી જોઈ રહ્યા. એમના આશ્ચર્યથી આનંદ પામતાં મારા સાથીએ હસવા માંડયું. એમની પાસે પહોંચીને એણે તામિલમાં કશુંક કહ્યું પણ ખરું. એને લીધે એમના ચહેરા પરના ભાવ એકદમ બદલાઈ ગયા. એમણે એકસાથે સ્મિત કર્યું અને મારી તરફ પ્રસન્નતાપૂર્વક જોવા માંડયું. એમના ચહેરા પરના ભાવ મને ગમી ગયા.
ભગવી કફનીવાળા સાધુએ “હવે આપણે મહર્ષિના હોલમાં જઈએ' એમ કહીને મને એમની પાછળ જવાની સૂચના કરી. હોલની બહારની પથ્થરની એાસરીમાં ઊભા રહીને મેં મારા બૂટ કાઢી નાખ્યા. ભેટ આપવા માટે આણેલ ફળને નાનકડો જથ્થો લઈને મેં ઉઘાડા બારણમાં પ્રવેશ કર્યો.
વીસેક મનુષ્યની દૃષ્ટિ અમારા પર ફરી વળી. એ મનુષ્ય રાતી લાદીવાળી જમીન પર અર્ધગોળાકારમાં બેઠા હતા. બારણાની જમણી તરફના દૂરના ખૂણુથી થોડેક દૂર એ બધા માનપૂર્વક ટોળે વળીને બેઠેલા. અમારા પ્રવેશ પહેલાં પ્રત્યેકની દૃષ્ટિ એ ખૂણા તરફ મંડાયેલી હતી. એકાદ ક્ષણ માટે મેં એ તરફ જોયું તે ત્યાં લાંબા સફેદ કાચ પર કેઈક પુરુષ બેઠેલા. એમને જોઈને મારી ખાતરી થઈ કે એ મહર્ષિ પતે છે.
મારા ભોમિયાએ કાચની પાસે જઈને જમીન પર લાંબા થઈને પ્રણામ કર્યા, અને બે હાથ જોડીને આંખ ઢાંકી દીધી.
દીવાલ પૂરી થતી હતી ત્યાંની ઊંચી મેટી બારીથી કાચા ડાંક ડગલાં જ દૂર હતો. મહર્ષિના શરીર પર ચોખો પ્રકાશ પડતો હતે. એમના શરીરને સારી પેઠે જોઈ શકાતું ઃ કારણ કે જે સવારે અમે જે દિશામાંથી આવ્યા તે જ દિશામાં એ બારીમાંથી, બહાર જતા, દષ્ટિ સ્થિર કરીને બેઠા હતા. એમનું મસ્તક સ્થિર હતું. એટલે એમનું ધ્યાન ખેંચવા અને ફળની ભેટ ધરતી
Page #190
--------------------------------------------------------------------------
________________
અરુણાચલની તળેટીમાં
૨૦૭
વખતે અભિનંદનના શબ્દ કહેવા, બારી તરફ શાંતિપૂર્વક જઈને એમની આગળ મારી ભેટ મૂકીને, એકાદ બે પગલાં પાછાં ભરીને મેં એમની તરફ જોવા માંડયું.
એમના કોચની આગળ પિત્તળની નાનીસરખી સગડી હતી. એને સગળતા કેલસાથી ભરવામાં આવેલી હતી. એમાંથી આવતી માદક સુવાસ પરથી લાગતું હતું કે અંગારામાં કોઈ સુગંધીદાર દ્રવ્ય નાખવામાં આવ્યું છે. એની બાજુમાં એક ધૂપદાનીમાં અગરબત્તી સળગતી હતી. એના ધુમાડાની રેખા ઉપર ઊઠીને હવામાં તરવા માંડતી. પરંતુ પેલી તીવ્ર સુવાસ તે જુદી જ તરી આવતી
પાતળી સુતરાઉ કામળી વાળીને જમીન પર બિછાવીને હું નીચે બેઠો, ને કાચ પર વિચિત્ર રીતે બેઠેલી એ શાંત વ્યક્તિ તરફ આશાપૂર્વક જોવા લાગ્યો. મહર્ષિનું શરીર એના પરના એક નાના પાતળા કટિવસ્ત્ર સિવાય મોટે ભાગે નગ્ન જેવું હતું, પરંતુ એવું તે આ બાજુના પ્રદેશમાં સામાન્ય રીતે દેખાતું હોય છે. એમની ચામડી સહેજ તામ્રવર્ણી છતાં સામાન્ય દક્ષિણ ભારતીયની ચામડીની સરખામણીમાં ઊજળી હતી. એ ઊંચા મનુષ્ય છે અને એમની ઉંમર પચાસની અંદર છે એવું અનુમાન થયું. નજીકનજીક ઉગેલા ભૂખરા વાળથી ઢંકાયેલું એમનું મસ્તક સુદઢ હતું. કપાળ ઊંચું તથા વિશાળ હતું, અને એથી એમની બૌદ્ધિક વિશેષતા દેખાઈ આવતી હતી. એમનાં લક્ષણે ભારતવાસી કરતાં અંગ્રેજને વધારે મળતાં આવતાં હતાં. એવી પ્રાથમિક છાપ મારા પર પડી રહી.
કાચ પર સફેદ તકિયા પડેલા હતા અને મહર્ષિના પગ નીચે અત્યંત સુંદર અથવા દેખાવડું વ્યાઘ્રચર્મ પાથરવામાં આવેલું.
હોલમાં ટાંકણી પડે તે પણ સંભળાય એવી શાંતિ હતી. અમારા આગમનની ખબર ન હોય તેમ સંતપુરુષ સંપૂર્ણ શાંત, અચળ
ને એકદમ સ્વસ્થ રહ્યા. એક કાળી ચામડીવાળો શિષ્ય કાચની *ીજી બાજુએ જઈને જમીન પર બેસી ગયો, એણે દોરડું ખેંચીને
Page #191
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
પંખે નાખવાનું શરૂ કરીને ત્યાંની નીરવતામાં ભંગ પાડ્યો. પંખો લાકડાના પાટડા સાથે લગાડેલે અને સંતના મસ્તકની બરાબર ઉપર લટકાવવામાં આવેલ હતા. ત્યાં બેઠેલા પુરુષનું ધ્યાન ખેંચવાની ઈચ્છાથી એમની આંખમાં મારી દૃષ્ટિને સ્થિર કરીને પંખાનો સંવાદી શબ્દ મેં સાંભળવા માંડ્યો. એ આંખ કાળીશી, મધ્યમ કદની અને ખુલ્લી હતી.
મારી હાજરીની ખબર હોય તોપણ, એની એમણે ખબરેય પડવા ન દીધી કે કોઈ સૂચના પણ ન આપી. એમનું શરીર એકદમ શાંત અને પૂતળા પેઠે અચળ હતું. એમની આંખ કાઈ દૂરના પ્રદેશમાં સ્થિર થઈ હોવાથી, મારી આંખ સાથે એક વાર પણ ન મળી. એ દશ્ય મને કશાકની આશ્ચર્યભરી યાદ આપનારું લાગ્યું. મેં એવું દશ્ય બીજે ક્યાં જોયેલું ? મારા સ્મરણપટ પર સંઘરાયેલાં ચિત્રો મારી આગળ એક પછી એક હાજર થવા માંડ્યાં, અને છેવટે પેલા મૌનવ્રતધારી સંતની આકૃતિ મારી મનની આંખ આગળ આવીને ઊભી રહી : એ તપસ્વીની આકૃતિ જેમની મુલાકાત મેં મદ્રાસ પાસેની એકાંત કુટિરમાં લીધેલી, અને જેમને શરીર પથ્થરમાંથી કોરી કાઢેલી પ્રતિમા જેવું અચળ દેખાતું. મહર્ષિના શરીરની અચળતા એની સાથે આબેહૂબ મળતી આવતી હતી.
માણસની આંખ એના આત્માનું પ્રતિબિંબ પાડે છે એ મારે પ્રાચીન સિદ્ધાંત છે. પરંતુ મહર્ષિની આંખ આગળ હું લાચાર બની ગયે, આશ્ચર્યચકિત થયે, ને ગભરાયે.
મિનિટ કહી ન શકાય એટલી બધી ધીમેથી પસાર થવા લાગી. દીવાલ પર લટકતા આશ્રમના ઘડિયાળમાં અર્ધો કલાક પૂરે થયે. વળી વખત વિતવા લાગ્યો અને એક કલાક થઈ ગયો. તે છતાં હાલમાં કોઈ પણ હાલતું ચાલતું ન દેખાયું, અને કોઈએ બેલવાની હિંમત પણ ન કરી. મારી સ્થિર થયેલી દષ્ટિને લીધે હું એક એવી અવસ્થાએ પહોંચી ગયું કે કેચ પરની શાંત આકૃતિ
Page #192
--------------------------------------------------------------------------
________________
અરુણાચલની તળેટીમાં
૨૦૯
સિવાયના બીજા બધાના અસ્તિત્વને ભૂલી ગયા. એમની આગળ પડેલા લાકડાના નકશીકામવાળા નાના ટેબલ પરનાં મેં અણુ કરેલાં ફળ પણ એમ ને એમ જ પડી રહ્યાં હતાં.
'
પેાતાના ગુરુની મુલાકાત પેલા મૌનવ્રતધારી સંતપુરુષની મુલાકાત જેવી જ થશે એવી ચેતવણી મારા ભામિયાએ મને નહેાતી આપી. સંપૂણ ઉદાસીનતાપૂર્વક થયેલું મારું આ વિચિત્ર સ્વાગત એકાએક જ આવી પડયું. કાઈ પણ અંગ્રેજના મનમાં સૌથી પહેલા વિચાર તા એ પેદા થાય કે આ પુરુષ પેાતાના ભક્તોને લાભ પહેાંચાડવા માટે આવી રીતે બેસી રહ્યા છે? ’ મારા મનમાં પણ એવા વિચાર એકાદ બે વાર આવી ગયા. પરંતુ મેં તેને તરત જ કાઢી નાખ્યા. મારા ભેામિયાએ મને માહિતી નહોતી આપી કે એમના ગુરુ સમાધિમાં ડૂબી જાય છે. તાપણુ એ સાચેસાચ ધ્યાનની ઊંડી શામાં કે સમાધિમાં હતા. બીજો વિચાર મારા મનમાં એ આવ્યા કે ધ્યાનની આ ગહન અવસ્થા નિરર્થક શૂન્યતા સિવાય વધારે કશું જ નથી ?’ એ વિચાર ટકો પણ લાંખા, પરંતુ મારાથી એના ઉત્તર આપી શકાય તેમ ન હોવાથી, મે' એને મૂકી દીધા.
"
એ પુરુષમાં એવું કશુંક જરૂર હતું જેણે લેહચુંબક જેવી રીતે પેાલાદના ટુકડાને ખેંચે તેવી રીતે મારું ધ્યાન ખેંચી રાખ્યું. મારી દિષ્ટ હું એમનાથી દૂર નહોતા ફેરવી શકતા. આરંભનું મારું આશ્ચર્ય, અથવા મારી પૂરેપૂરી અવજ્ઞા થઈ છે એવા વિચારને પરિણામે પેદા થયેલી વ્યગ્રતા, વાતાવરણનું અદ્ભુત જાદુ મારા પર પથરાવા માંડયું તેમતેમ, ધીમેથી દૂર થઈ. એ અસાધારણ દસ્યના બીજા કલાકમાં તે મારા મનમાં એક પ્રકારનું શાંત, પ્રતીકાર વિનાનું, પરિવર્તન થઈ રહ્યું છે એવા મને અનુભવ થયેા. ટ્રેનમાં કાળજીપૂર્વક તૈયાર કરેલા મારા પ્રશ્નો એક પછી એક પડતા મુકાયા. કારણ કે એ પ્રશ્નો પુછાય કે નહિ, અને મને આજ સુધી સતાવતી સમસ્યાઓના ઉકેલ થાય કે નહિ, એનેા વધારે અમને ન દેખાયા. મને એટલું જણાવા લાગ્યું કે શાંતિની એક સ્થિર નદી
Page #193
--------------------------------------------------------------------------
________________
૨૧૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
મારી તરફ વહેવા માંડી છે, મારા અંતરના અંતરમાં ઊંડી શાંતિ ફેલાવા લાગી છે, અને વિચારોથી શ્રમિત થયેલા મારા મનને કાંઈક વિશ્રાંતિને અનુભવ થવા માંડ્યો છે.
મારી જાતને અવારનવાર પૂછેલા પ્રશ્નો અત્યારે કેટલા નાના લાગે છે ! વીતેલાં વરસોની સ્મૃતિ પણ કેટલી ક્ષુલ્લક લાગે છે ! મને એકાએક એ સ્પષ્ટ રીતે સમજાયું કે બુદ્ધિ પિતાના પ્રશ્ન પિતાની મેળે જ પેદા કરે છે અને પછી એમને ઉકેલ કરવાની મુશ્કેલી અનુભવે છે. બુદ્ધિને આજ લગી આટલું બધું મહત્ત્વ આપનારા મનમાં એ ભાવ પેદા થાય એ ખરેખર નવાઈ જેવું હતું.
બે કલાક પૂરા થયા ત્યાં સુધી ધીમે ધીમે વધતી જતી શાંતિને હું અનુભવ કરતો રહ્યો. વખત વિતવાને પરિણામે મને કશી ઉત્તેજના ન થઈ, કારણકે મનદ્વારા પેદા કરાયેલી સમસ્યાઓની સાંકળ તૂટવા લાગી અને દૂર ફેંકાઈ ગઈ એ મને અનુભવ થયો. ધીમેધીમે એક બીજો પ્રશ્ન મને વીંટી વળ્યા :
ફૂલ પિતાની પાંખડીઓમાંથી ફોરમ ફેલાવે તેવી રીતે મહર્ષિ આત્મિક શાંતિની સુવાસ છેડી રહ્યા છે?”
આધ્યાત્મિકતાને સમજવાની મારામાં પૂરેપૂરી યોગ્યતા છે એવું મેં નથી માન્યું. છતાં પણ બીજા માણસો માટે મારી અંગત પ્રતિક્રિયા થતી રહી છે. મહર્ષિના વ્યક્તિત્વની મારા પર થયેલી પ્રતિક્રિયા એ હતી કે મારી અંદર એક પ્રકારની અદ્ભુત શાંતિને આવિર્ભાવ થયો છે એવો આભાસ મારી આજુબાજુની અત્યારની ભૌગોલિક પરિસ્થિતિને આભારી છે. મારા અશાંત અંતરાત્માને આવૃત્ત કરતી એ શાંતિ, આત્માની કઈ વિશેષ શક્તિ અથવા અજ્ઞાત માનસિક સંદેશ પહોંચાડવાના ક્રમઠારા, એમની પાસેથી મારી પાસે આવી રહી છે કે કેમ એવો વિચાર પણ મેં
Page #194
--------------------------------------------------------------------------
________________
અરુણાચલની તળેટીમાં
૨૧૧
કરવા માંડયો, તે છતાં એ તે તદ્દન શાંત જ રહ્યા. મારી હાજરી કે મારા અસ્તિત્વની પણ જાણે કે ખબર ન હેાય એવી રીતે. એ અસીમ શાંતિમાં એક પહેલવહેલા પરપેાટા પેદા થયેા. કાઈએ મારી પાસે આવીને મારા કાનમાં કહેવા માંડયું : - તમે મહર્ષિને પ્રશ્ન પૂછવા નહેાતા માગતા ?’
<
એવુ કહેનારા મારા પહેલાંના ભેમિયાની ધીરજ કદાચ ખૂટી ગઈ હશે. કદાચ એમણે એવું પણ માન્યું હોય કે મારા જેવા અધીરા અંગ્રેજની ધીરજની હદ આવી ગઈ છે. અક્સાસ, મારા જિજ્ઞાસુ મિત્ર ! હું અહીં ખરેખરું કહું તે તમારા ગુરુને પ્રશ્નો પૂછવાના ઉદ્દેશથી જ આવેલે. પર ંતુ હવે તે...મારી પેાતાની તથા સમસ્ત સંસારની સાથે હું શાંતિના અનુભવ કરી રહ્યો છું ત્યારે પ્રશ્નો પૂછીને મારે મારું માથું શું કામ દુ:ખવવું જોઈએ ? મારું આત્માનું વહાણુ એની નાંગરવાની જગ્યાએથી આગળ વધવાના આરંભ કરતું હેાય એવું હું અનુભવી રહ્યો છું. એક અદ્ભુત સાગર એળંગવાની રાહ જોઈ રહ્યો છું. હવે જ્યારે મેં સર્વોત્તમ સાહસ કરવાની તૈયારી કરી છે ત્યારે દુનિયાના કાલાહલવાળા બંદર પર તમે મને પાછા ખેચવા માગેા છે?
પરંતુ આખરે એ મેાહિનીનો અંત આવ્યેા. એકાએક આવી પડેલે એ વિક્ષેપ સૂચક હોય તેમ, જમીન પરથી ઊડીને લેાકા હૉલમાં ફરવા લાગ્યા, એમના શબ્દો કાને અથડાયા, અને સૌથી મોટું આશ્ચર્યાં તો એ થયુ કે મહર્ષિની કાળી ઘઉંવર્ણી આંખ પણ એકાદ બે વાર હાલી ઊઠી. એમનું મસ્તક ફ', મેાઢું ધીરેથી, ખૂબ ધીરેથી, ફરવા માંડયુ, તે જરાક નીચે નમ્યું. થાડીક વધારે પળે પસાર થઈ, અને મારા પર એમની દૃષ્ટિ પણ પડી રહી. મહર્ષિની રહસ્યમય આંખ મને પહેલી જ વાર જોવા લાગી. એમની લાંખી સમાધિમાંથી એ હવે જાગ્રત થયા છે એ સ્પષ્ટ થયું.
મેં કાઈ જાતનો જવાબ ન આપ્યા તેથી મારા ભોમિયાએ, મે' એમના શબ્દો સાંભળ્યા નથી એમ માનીને, પેાતાના પ્રશ્નનું જોરથી
Page #195
--------------------------------------------------------------------------
________________
૨૧૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
પુનરાવર્તન કર્યું. પરંતુ મારી તરફ માયાળુતાથી મંડાયેલી પેલી તેજસ્વી આંખમાં મને વણપુછાયેલ એક બીજો પ્રશ્ન વાંચવા મળ્યો :
તમારે પિતાને માટે તથા બધા જ મનુષ્યોને માટે મેળવી શકાય એવી ઊંડી માનસિક શાંતિની જે ઝલક તમે હમણું મેળવી તે પછી પણ શું એ શક્ય છે કે મનને વિક્ષિપ્ત કરનારા સંશયો તમને હજી હેરાન કરી શકે?
મને શાંતિએ ઘેરી લીધે. ભેમિયા તરફ ફરીને મેં ઉત્તર આ :
“ના. અત્યારે મારે કશું જ નથી પૂછવું. બીજી વાર...'
મને હવે લાગ્યું કે મહર્ષિ પોતે નહિ પરંતુ ઉત્તેજિત રીતે વાત કરતું નાનું સરખું ટોળું મારા અહીં આવવા સંબંધમાં ડાક સ્પષ્ટીકરણની આશા રાખી રહ્યું છે. મારા ભોમિયાના કહેવા પરથી મને સમજાયું કે એમાંના મૂઠીભર લેકે જ અહીં રહેનારા શિષ્યો છે, અને બાકીના તે આજુબાજુના દર્શનાર્થીઓ છે. એ પછી તે મારા ભોમિયાએ પોતે જ ઊઠીને મારો પરિચય આપ્યો. ભેગા થયેલા શ્રેતાઓને બધું સમજાવતી વખતે એમણે પ્રાણવાન તામિલ ભાષામાં અનેક હાવભાવ સાથે બોલવા માંડયું. એમનું સ્પષ્ટીકરણ સત્યની સાથે દંતકથાના મિશ્રણવાળું છે એવી ભીતિ મારામાં પેદા થઈ, કારણકે એને સાંભળનારા આશ્ચર્યના ઉદ્ગાર કાઢી રહ્યા હતા.
બારની જનવિધિ પૂરી થઈ. મધ્યાહન પછીનું ટેમ્પરેચર મેં પહેલાં કદી પણ ન અનુભવેલી ડિગ્રીએ સૂર્યે નિર્દયતાપૂર્વક પહોંચાડી દીધું. વિષુવવૃત્તથી બહુ દૂરના અક્ષાંશ પર અમે નહોતા. ભારતમાં પ્રવૃત્તિપરાયણતાને ન પ્રકટાવનારું હવામાન પેદા કરવા માટે મને આભાર માનવાનું મન થયું, કારણ કે મોટા ભાગના લેકે ઘટીદાર ઝાડીઓમાં શાંતિ મેળવવા ચાલ્યા ગયેલા મહર્ષિની પાસે
Page #196
--------------------------------------------------------------------------
________________
અરુણાચલની તળેટીમાં
૨૧૬
એટલા માટે હું મરજી મુજબ આગળથી કહીને કોઈ જાતની ધાંધલ વગર શાંતિથી જઈ શક્યો.
મોટા હોલમાં પ્રવેશીને હું એમની પાસે બેસી ગયો. કોચ પર પડેલા સફેદ તકિયા પર એ આડા પડેલા, કાઈક સેવક દોરડું ખેંચીને પંખો કરી રહ્યો હતો. દોરડાને ધીમે સ્વર અને ગરમ હવામાં ચાલતા પંખાને અવાજ કાનને ઘણે પ્રિય લાગતો.
મહર્ષિના હાથમાં કાઈ વાળેલી હસ્તલિખિત ચોપડી હતી. અત્યંત ધીમી ગતિએ એ કશુંક લખી રહ્યા હતા. મારા પ્રવેશ પછી થોડીક મિનિટે એમણે ચોપડી બાજુએ મૂકી અને કઈ શિષ્યને બોલાવ્યો. એમની વચ્ચે તામિલમાં થોડી વાતચીત થઈ. પછી પેલા ભાઈએ કહ્યું કે મેં એમની સાથે ભોજનમાં ભાગ ન લીધો એટલા માટે મહર્ષિ પિતાને ખેદ જાહેર કરે છે. એણે કહ્યું કે એ સાદું જીવન જીવે છે, અને અંગ્રેજોને અત્યાર સુધી કોઈ વાર પીરસવાને પ્રસંગ ન આવ્યો હોવાથી એમનું ભોજન કેવું હોય છે તેની પણ માહિતી નથી ધરાવતા. મેં મહર્ષિને આભાર માનીને કહ્યું કે એમની સાથે બેસીને સાદું ભજન કરવાનું મને ગમશે. એ ઉપરાંત હું શહેરમાંથી થોડાક રાક મેળવી લઈશ. મેં વધારામાં એમ પણ કહ્યું કે જે વસ્તુની શોધ કરવા માટે એમના આશ્રમમાં આવવાનું થયું છે એની આગળ ભોજનને પ્રશ્ન મને એટલો અગત્યનો નથી લાગતો.
સંતપુરુષ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા. એમને ચહેરે શાંત, વિક્ષેપ વગરને અને વિકારવિહીન રહ્યો.
એ હેતુ સારે છે. એમણે આખરે ટીકા કરી. એને લીધે એ જ વિષય વિસ્તારવાને મને ઉત્સાહ મળે.
“ભગવન, મેં અમારા પશ્ચિમી તત્વજ્ઞાન અને વિજ્ઞાનનું અધ્યયન કર્યું છે, ભરચક વસ્તીવાળાં શહેરોના લેકે સાથે રહીને ભા. આ. ૨. ખે. ૧૪
Page #197
--------------------------------------------------------------------------
________________
૨૧૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
કામ કર્યું છે, એમનાં સુખો ભોગવ્યાં છે, અને એમની મહત્તાકાંક્ષાઓનું સેવન પણ કર્યું છે. એની સાથેસાથે એકાંત સ્થળોમાં જઈને ઊંડા વિચારમાં લીન બનતાં ફર્યો છું પણ ખરું. મેં પશ્ચિમના સંતોને પ્રશ્નો પણ પૂછવ્યા છે. હવે હું પૂર્વ તરફ વળ્યો છું. મારે વિશેષ પ્રકાશની આવશ્યકતા છે.”
મહર્ષિએ જાણે કે કહેતા હોય કે “હા, હું બરાબર સમજું છું.” તેમ એમણે માથું હલાવ્યું.
મેં કેટલાય અભિપ્રાયો સાંભળ્યા છે, અને અનેક સિદ્ધાંતને પરિચય કર્યો છે. કેટલીય જાતની માન્યતાઓના બૌદ્ધિક પુરાવા મારી આજુબાજુ એકઠા થયા છે. એ બધાથી હવે હું કંટાળી ગયો છું, કારણકે અંગત અનુભવથી જે પુરવાર ન થઈ શંક એ અંગે મને શંકા રહે છે. એવું કહેવા બદલ મને માફ કરજે, પણ હું ધાર્મિક નથી. માનવના ભૌતિક અસ્તિત્વથી પર એવું કશું છે ખરું? જે હોય તો મને એનો સાક્ષાત્કાર કેવી રીતે થઈ શકે ? ”
અમારી આજુબાજુ એકઠા થયેલા ત્રણચાર શિષ્યો આશ્ચર્યથી જેવા લાગ્યા. એમના ગુરુની સાથે આવી હિંમતપૂર્વક તથા આટલી બધી અસભ્ય રીતે વાત કરીને આશ્રમની ઊંચી શિસ્તને મેં ભંગ કર્યો છે ? મને ખબર ના પડી. કદાચ મેં એની પરવા પણ ના કરી. વરસોની કામનાને ભેગા થયેલા ભાર એવી અચાનક રીતે કાબૂ બહાર જઈને મારા હોઠમાંથી બહાર નીકળી ગયો. મહર્ષિ જે સાચા હશે તે મારી વાતને જરૂર સમજી જશે અને પરંપરાને લગતા દોષને દૂર કરી દેશે.
એમણે કઈ મૌખિક ઉત્તર ન આયે, પરંતુ કોઈ વિચારધારામાં ડૂબી ગયા હોય એવા દેખાયા. હવે બીજું કાંઈ કરવાનું નહોતું અને મારી જીભ પણ છૂટી થઈ હતી, એટલે મેં એમને સંબોધીને ત્રીજી વાર કહેવા માંડયું :
“પશ્ચિમના અમારા વિદ્વાન વૈજ્ઞાનિકોને એમની બુદ્ધિમત્તા માટે ભારે માન આપવામાં આવે છે. તે છતાં એમણે કબૂલ કર્યું છે કે
Page #198
--------------------------------------------------------------------------
________________
અરુણાચલની તળેટીમાં
૨૧૫
જીવનની પાછળ છુપાયેલા સત્ય પર તે ઘણો ઓછો પ્રકાશ પાડી શકે તેમ છે. એમ કહેવામાં આવે છે કે અમારા પશ્ચિમી વૈજ્ઞાનિકો જેને પ્રકટ નથી કરી શક્યા તેની માહિતી આપનાર કેટલાક પુરુષો તમારા દેશમાં હયાતી ધરાવે છે એ શું સાચું છે ? આત્મિક પ્રકાશની અનુભૂતિમાં તમે મને મદદરૂપ થઈ શકશો ? કે પછી એની શેાધ કેવળ ભ્રમણ સિવાય બીજું કશું જ નથી ?”
મારી વાતચીતને હેતુ પૂરે થયો એટલે મહર્ષિના ઉત્તરની પ્રર્તક્ષા કરવાને મેં નિર્ણય કર્યો. એમણે મારી તરફ વિચારશીલ બનીને જોઈ રહેવાનું ચાલુ રાખ્યું. કદાચ એ મારા પ્રશ્નો પર વિચાર કરી રહ્યા હોય. દસ મિનિટ શાંતિ રહી.
આખરે એમના હોઠ ઊઘડયા અને ધીમેથી બોલ્યા :
તમે કહો છો હું “હું જાણવા માગું છું. એ હું એટલે શું તે કહી શકશે ?” ' એ શું કહેવા માગતા હતા ? દુભાષિયાની મદદ લેવાને બદલે હવે એમણે અંગ્રેજીમાં મારી સાથે સીધું જ બોલવા માંડ્યું. મારું મગજ વિસ્મયથી ભરાઈ ગયું.
“હું તમારા સવાલ નથી સમજી શકતો.' નીરસતાથી ઉત્તર આપ્યો.
મારો સવાલ સાફ નથી ? ફરીથી વિચારી જુઓ ! ”
એમના શબ્દો સાંભળીને મેં ફરી આશ્ચર્ય અનુભવ્યું. મારા મગજમાં એકાએક વિચાર આવ્યો. મારી તરફ આંગળી કરીને મેં મારું નામ કહી બતાવ્યું.
“અને તમે તેને જાણે છે ?”
મારા આખાય જીવન દરમિયાન. મેં એમની સામે સ્મિત કર્યું.
પણ તે તે તમારું શરીર જ છે! હું ફરી પૂછું છું કે તમે કેણુ છે ?”
એ અસાધારણ સવાલનો જવાબ મને જલદી ન મળ્યો.
Page #199
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
મહર્ષિએ ચાલુ રાખ્યું :
“સૌથી પહેલાં તે “હું”ને જાણી લે, પછી તમે સત્યને જાણું શકશે.'
મારું મન પાછું ગૂંચવણમાં પડયું. મારી મૂંઝવણની પાર ન રહ્યો. એ મૂંઝવણ વાણીના રૂપમાં બહાર આવી. પરંતુ મહર્ષિ પિતાના અંગ્રેજીની પરિસીમા પર પહોંચી ગયેલા દેખાયા. એટલે તે એમણે દુભાષિયા તરફ દૃષ્ટિ ઠેરવી અને ધીમેથી એમના ઉત્તરનો અનુવાદ કરી બતાવવામાં આવ્યો ?
કરવાનું કામ એક જ છે. તમારી પોતાની અંદર ડોકિયું કરો. એ કામ સાચી રીતે કરે તો તમારી સઘળી સમસ્યાઓના ઉત્તર તમને મળી રહેશે.”
એ પ્રત્યુત્તર જે કે વિચિત્ર લાગ્યો, તોપણ મેં પૂછ્યું :
એને માટે શું કરવું જોઈએ ? કઈ પદ્ધતિનો આધાર લેવો જોઈએ ?”
“પિતાના સ્વરૂપનો ઊંડો વિચાર કરવાથી અને સતત ધ્યાન ધરવાથી પ્રકાશની પ્રાપિત કરી શકાય છે.”
સત્યનું ધ્યાન તો મેં અવારનવાર ધર્યું છે, પરંતુ પ્રગતિની કેઈ નિશાની નથી દેખાતી.”
કઈ પણ પ્રકારની પ્રગતિ નથી થઈ એવું તમે શી રીતે જાયું ? આત્મિક વિકાસના ક્ષેત્રમાં થતી પ્રગતિનો ખ્યાલ કાંઈ સહેલાઈથી નથી આવી શકતો.”
ગુરુની મદદની જરૂર પડે છે ?”
પડે પણ ખરી.”
“તમે સૂચવો છો તે પ્રમાણે પિતાની અંદર ડોકિયું કરવામાં ગુરુ કેઈને મદદ કરી શકે?”
આ શોધમાં માણસને જેની જરૂર છે તે બધું જ એ આપી શકે છે. એ વસ્તુની પ્રતીતિ વ્યક્તિગત અનુભવદ્વારા કરી શકાય છે.”
Page #200
--------------------------------------------------------------------------
________________
અરુણાચલની તળેટીમાં
ર૧૭
- ગુરુની મદદથી થોડોઘણે પ્રકાશ મેળવવામાં કેટલો વખત લાગે છે ?”
એનો આધાર સાધકના મનની પરિપક્વતા પર છે. દારૂ એક ક્ષણમાં જ સળગી ઊઠે છે, પરંતુ કોલસાને સળગતાં ઘણો વખત લાગે છે.”
મારા પર એવી છાપ પડી કે ગુરુઓ અને એમની પદ્ધતિઓની ચર્ચા મહર્ષિને પસંદ નથી પડતી. છતાં મારી માનસિક ચીવટને લીધે એ છાપને ગણકાર્યા વગર, એ જ વિષય પર મેં એમને બીજે વધારાનો પ્રશ્ન પૂછી કાઢો. એમણે પિતાની ગંભીર મુખાકૃતિને બારી તરફ ફેરવી, પાછળની તળેટીના વિસ્તાર તરફ જેવા માંડયું, અને કશે ઉત્તર ન આપ્યો. એ સૂચના સમજી લઈને મેં વિષય પડતો મૂક્યો.
“આપણે કટોકટીના જમાનામાં જીવીએ છીએ એ જોતાં, મહર્ષિ દુનિયાને ભાવિ વિશે અભિપ્રાય આપી શકશે?”
તમારે ભવિષ્યની ચિંતા શા માટે કરવી જોઈએ ?” સંતપુરુષે સામેથી પૂછયું : “તમે વર્તમાનને પણ બરાબર નથી જાણતા. વર્તમાનને સંભાળે. ભવિષ્ય તે પિતાની સંભાળ પોતાની મેળે જ રાખશે.”
મારી વાતો ફરી વાર અસ્વીકાર ! છતાં આ વખતે મેં એટલું જલદી નમતું ન જોખ્યું, કારણકે હું એવી દુનિયામાંથી આવતો હતે જ્યાં આ શાંતિમય એકાંત આશ્રમની સરખામણીમાં જીવનની કરુણતા માણસને વધારે પ્રમાણમાં વેઠવી પડે છે.
દુનિયા નજીકના ભાવિમાં પારસ્પરિક મિત્રતા તથા સહાયતાના નવા યુગમાં પ્રવેશ કરશે કે અંધાધૂંધી અને યુદ્ધમાં સપડાશે ?” મેં પૂછવાનું ચાલુ રાખ્યું.
મહર્ષિ મારા પ્રશ્નથી જરાય પ્રસન્ન થયા ન લાગ્યા છતાં બોલ્યા:
Page #201
--------------------------------------------------------------------------
________________
૨૧૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
સંસાર પર શાસન કરનારી એક શક્તિ છે. અને સંસારની સંભાળ રાખવાનું કામ તેનું છે. સંસારને જીવન આપનાર બરાબર જાણે છે કે તેની સંભાળ કેવી રીતે રાખવી. સંસારનો ભાર તે ઉપાડે છે, તમે નથી ઉપાડતા.”
છતાં ચારે તરફ પૂર્વગ્રહરહિત નજરે જોઈએ તે દયાળતાનો એ ખ્યાલ ક્યાં બંધ બેસે છે, એ જોવાનું કઠિન થઈ પડે છે.” મેં વિરોધ કર્યો.
સંત વધારે નાખુશ થયા દેખાયા. તોપણ એમણે ઉત્તર આ ઃ
જેવા તમે છે તેવી જ દુનિયા છે. તમારી જાતને જાણ્યા વગર દુનિયાને જાણવાનો પ્રયત્ન કરવાનો શો અર્થ છે ? સત્યના શોધકોએ એ પ્રશ્ન પ્રત્યે ધ્યાન ન આપવું જોઈએ. એવા પ્રશ્નોની પાછળ લકે પોતાની શક્તિ બરબાદ કરે છે. સૌથી પહેલાં તો તમારી અંદરના સત્યને શોધી કાઢે. તે પછી તમે જેના વિભાગ છે તે દુનિયાની પાછળના સત્યને સમજવાની વધારે સારી શક્તિ મેળવી શકશે.
એ એટલેથી અટકી ગયા. કેઈ પરિચારકે પાસે આવીને બીજી અગરબત્તી સળગાવી. મહર્ષિએ ઊંચે ચડતા ધુમાડાના વાદળી ગોટા, જોયા ને પિતાની હસ્તલિખિત પુસ્તિકા લીધી. એનાં પૃષ્ઠો ઉઘાડીને એમણે પોતાનું કામ કરવા માંડયું. એવી રીતે પોતાનું ધ્યાન એમણે મારા પરથી હટાવી લીધું.
એમની એ તાજી ઉદાસીનતાને લીધે મારા આત્મસન્માન પર પાણી ફરી વળ્યું. લગભગ પંદર મિનિટ સુધી હું એમની આગળ બેસી રહ્યો, પરંતુ મારા પ્રશ્નોના ઉત્તર આપવાનું એમનું વલણ ન લાગ્યું. અમારે વાર્તાલાપ ખરેખર પૂરો થયો છે એમ માનીને, લાદીવાળી જમીન પરથી ઊઠીને વિદાયસૂચક પ્રણામ કરીને, હું બહાર નીકળ્યો.
મારી ઇરછા મંદિરનું નિરીક્ષણ કરવાની હોવાથી, મેં શહેરમાંથી કેઈને વાહન લઈ આવવાની સૂચના આપી. જે બની શકે તે
Page #202
--------------------------------------------------------------------------
________________
અરુણાચલની તળેટીમાં
૨૧૯
ઘોડાગાડી લાવવાની જ મેં વિનંતિ કરી કારણકે બળદગાડી સુંદર દેખાતી હોવા છતાં ઝડપી તથા આરામદાયક નહોતી.
ચેકમાં જઈને જોયું તો બે પૈડાંવાળી ખચગાડી મારે માટે રાહ જોઈ રહેલી. એમાં બેસવાની બેઠક નહોતી. પણ એ વસ્તુની મને મુશ્કેલી ન લાગી. ગાડીવાળે જરા ભયંકર દેખાવનો હતો. એના માથા પર લાલ રંગનો ગદ ફેટ હતો. અને બીજા વસ્ત્ર તરીકે એક મેલ કપડાનો ટુકડો એની સાથળની વચ્ચેથી પસાર થઈને પીઠ પાછળ ખોસેલે અને કમરપટ તરીકે કામ કરતો હતો.
ધૂળવાળી લાંબી મુસાફરી પછી છેવટે શિલ્પકામવાળા ઊંચા માળના મેટા મંદિરે અમારું સ્વાગત કર્યું. ગાડીમાંથી નીચે ઊતરીને મેં મંદિરનું ઉપરછલ્લું નિરીક્ષણ કરવા માંડયું.
અરુણાચલનું મંદિર કેટલું પ્રાચીન છે તે મારાથી નહિ કહી શકાય.” મારા એક પ્રશ્નના જવાબમાં મારા સાથીદારે કહેવા માંડયું: પરંતુ એનું આયુષ્ય સિકા જેટલું જૂનું છે એ તો તમે પણ જોઈ શકે છે.'
દરવાજાની આજુબાજુ અને મંદિરની અંદરના ભાગમાં થોડીક નાની દુકાનો અને ભપકાદાર સ્ટોલ હતા. તાડવૃક્ષની નીચે એમની ગોઠવણ કરાયેલી હતી. એમની પાસે સાધારણ વસ્ત્રોમાં સજજ થયેલા, ધાર્મિક ચિત્રો તથા શંકર અને બીજા દેવોની મૂર્તિઓના વિક્રેતાઓ બેઠા હતા. શંકર ભગવાનની મૂર્તિઓ આગળ તરી આવતી તે જોઈને મને નવાઈ લાગી, કારણકે બીજા સ્થળોમાં રામ અને કૃષ્ણનું સ્થાન પહેલું રહેતું. મારા ભોમિયાએ એ બાબત ખુલાસો કર્યો.
અમારે ત્યાં ચાલી આવતી પરંપરાગત દંતકથા પ્રમાણે, એક વાર ભગવાન શંકર પવિત્ર અરુણાચલ પર્વતના શિખર પર અગ્નિની જવાળાના રૂપમાં પ્રકટ થયા. એટલા માટે હજારે વરસ પહેલાં બનેલી એ ઘટનાની સ્મૃતિમાં મંદિરના પૂજારીઓ વરસમાં એક વાર મેટી,
Page #203
--------------------------------------------------------------------------
________________
૨૨૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
જ્વાળા સળગાવે છે. શંકર હજુ પણ પર્વત પર વિરાજે છે, અને મારી ધારણા પ્રમાણે મંદિર એ ઘટનાના મહોત્સવરૂપે જ તૈયાર કરવામાં આવેલું.”
કેટલાક યાત્રીઓ સ્ટૉલનું નિરાંતે નિરીક્ષણ કરતા હતા. એ સ્ટેલમાંથી કેવળ દેવતાની પિત્તળની મૂર્તિઓ જ નહતી મળતી, પણ ધર્મકથાના કોઈ પ્રસંગને અંકિત કરતી ભપકાદાર પથ્થર કે ધાતુની પ્રતિમાઓ, તેલુગુ તથા તામિલ ભાષામાં છાપેલી ડાઘાવાળી ધામિક ચેપડીઓ પણ વેચાતી, અને પોતાની જાતિ કે માન્યતા મુજબ કપાળે કરવાનાં ચિહ્નો કે તિલક માટેના રંગબેરંગી રંગો પણ મળી રહેતા.
એક કુષ્ટરોગી ભિખારી કાંઈક સંકોચ સાથે મારી પાસે આવી પહોંચે. એને અવયનું માંસ ઢીલું પડી ગયેલું હતું. હું એને કંગાળ જાણીને તિરસ્કારી કાઢીશ કે એના પર દયા બતાવીશ એ બાબત એનું મન ચોક્કસ નહોતું દેખાતું. એના ભારે રોગે એના વદનને નીરસ બનાવી દીધેલું. એને આપવાનું દાન મેં જમીન પર નાખ્યું એથી મને શરમ તો લાગી, પણ એને અડવાની હિંમત હું ના કરી શક્યો.
કતરી કાઢેલી આકૃતિઓથી ભરેલા મીનારા જેવા આકારના પ્રવેશદ્વારે એ પછી મારું ધ્યાન ખેંચ્યું. દરવાજાનો એ ઊંચે મંડપ જેને ભાગ ઉપરથી અણીદાર અને કાપી નાખેલો હતો. એ ઈજિપ્તના કાઈક પિરામિડ જેવો દેખાતે. એના જેવા બીજા ત્રણ દરવાજાની સાથે એ બાજુના પ્રદેશમાં આગળ પડતો તરી આવતા. એ દરવાજાઓ પાસે પહોંચતાં પહેલાં માઈલ દૂરથી એમનું દર્શન થઈ શકતું હતું.
મંદિરની આજુબાજુ બધે જ ભાતભાતની શિલ્પકૃતિઓ અને અવનવી નાની મૂર્તિઓ દેખાતી. એના વિષયો દંતકથાઓ તથા પવિત્ર | * (આપણે પશ્ચિમવાસીઓ એ દેવતાઓને ધાર્મિક ભાવનાઓની અભિવ્યક્તિરૂપ માનીએ તે ભલે, પરંતુ હિંદુઓ તો એ ખરેખર અસ્તિત્વ ધરાવે છે એ બાબતમાં બિલકુલ શંકા નથી રાખતા.)
Page #204
--------------------------------------------------------------------------
________________
અરુણાચલની તળેટીમાં
૨૨૧
પરંપરાગત વાતેમાંથી લેવામાં આવેલા. એમાં વિચિત્ર જાતનું સંમિશ્રણ દેખાતું. એમાં ઊંડા ધ્યાનમાં ડૂબેલા હિંદુ દેવતાઓની અલગ આકૃતિઓનું દર્શન કરવા મળતું, અથવા એમની પરસ્પરના ગાઢ આલિંગનમાં ઓતપ્રેત થયેલી મૂર્તિઓ પણ જોવા મળતી. એ જોઈને નવાઈ લાગતી. એ જોઈને એ હકીકતની યાદ આવતી કે હિંદુધર્મ સ્વાભાવિક રીતે જ સૌને સમાવેશ કરવાની શક્તિ ધરાવે છે, અને બધી જ જાતની રસવૃત્તિને માટે એમાં કાંઈક ને કાંઈક સામગ્રી રહેલી છે.
મંદિરની અંદરના ભાગમાં પ્રવેશ કરીને હું એક મોટા સમરસ સ્થાનમાં આવી પહોંચ્યો. એ વિશાળ સ્થાનમાં રચનાઓની પરંપરા, મઠે, પરસાળો, મંદિરે, ઓરડાઓ, કઠેરા અને ઉઘાડી તથા ઢંકાયેલી જગ્યાને સમાવેશ થતો હતે. ઍથેન્સની પાસેનાં દેવસ્થાની પેઠે થોડી જ ક્ષણમાં લાગણીઓને મંત્રમુગ્ધ ને સ્તબ્ધ કરનારી સ્થંભની સુંદરતાવાળી પથ્થરની ઇમારત ત્યાં જોવા ન મળી. ત્યાં તો ઊંડા રહસ્યથી ભરેલી ઉદાસ દેવસ્થાનની જગ્યા હતી. ત્યાંના વિશાળ ગોખલાએ પોતાના એકાંતિક શાંત વાયુમંડળને લીધે મને પ્રભાવિત કરી રહ્યા. આખુંય સ્થાન ભૂલભૂલામણી જેવું હોવા છતાં મારા સાથીદારે એમાં વિશ્વાસપૂર્વક ચાલવા માંડયું. બહારથી જોતાં મંદિરના દરવાજા પિતાના રતૂમડા પથ્થરીય રંગોને લીધે આકર્ષક લાગેલા, પરંતુ અંદરના ભાગનું પથ્થરકામ રાખ જેવા રાખોડી રંગનું હતું.
મજબૂત દીવાલવાળા, લાંબા મંડપમાંથી અમે આગળ વધ્યા. એના છાપરાને સીધા, જુદીજુદી જાતના કેરી કાઢેલા થાંભલાઓ ટકાવી રહ્યા હતા. ઝાંખા પ્રકાશવાળી પરસાળો તથા અંધારા ઓરડામાંથી પસાર થઈને આખરે અમે એ પ્રાચીન મંદિરને બહારના ભાગમાં આવેલા મેટા મંડપમાં આવી પહોંચ્યા.
હજાર થાંભલાને હલ!' એ જગજૂની રચનાને હું એકીટશે જોતો હતો, ત્યાં જ મારા મિયાએ ઉદ્ગાર કાઢ્યા. મારી સામે સીધા, કેતરકામવાળા, ગંજાવર થંભની હારમાળા ફેલાયેલી હતી.
Page #205
--------------------------------------------------------------------------
________________
૨૨૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એ આખીય જગ્યા એકાંત અને વેરાન હતી. એના રાક્ષસી થંભે. ઝાંખા પ્રકાશમાંથી અત્યંત અદ્દભુત રીતે આગળ તરી આવતા. એમના પરના પ્રાચીન કાતરકામનું નિરીક્ષણ કરવા હું એમની પાસે જઈ પહોંચ્યા. દરેક સ્થંભ એક જ પથ્થરના ભાગમાંથી બનાવેલો હતું, અને એને આધારે ટકેલું. છાપરું પણ સપાટ પથ્થરના મોટા ટુકડાઓનું બનાવેલું હતું. શિલ્પીની કળાની મદદથી દેવતા તથા દેવીઓને મેં એક વાર ફરી ક્રીડા કરતાં જોયાં; પરિચિત અને અપરિચિત પ્રાણીઓના કેરી કાઢેલા ચહેરા ફરી એક વાર મારી તરફ તાકવા માંડ્યા.
અમે એ થાંભલાવાળી પરસાળને ધ્વજની આકૃતિવાળા પથ્થરોની વચ્ચે ફરવા માંડયું. અને એરડિયામાં ડુબાડેલી દીવેટવાળા નાના દીવડાઓથી સાધારણ રીતે પ્રકાશિત થયેલા અંધારા માર્ગમાંથી પસાર થઈને છેવટે મધ્યવર્તી વાડામાં આવી પહોંચ્યા. મંદિરના અંદરના ભાગને બતાવનારાં પાંચ નાનાં દેવાલયનું દર્શન હવે કરી શકાયું. એમની રચના પિરામિડના આકારનાં ટાવર જેવી હતી. ઊંચી દીવાલવાળા સમચોરસ ભાગમાં એમને લીધે પ્રવેશદ્વાર તૈયાર થયાં હતાં. એમાંના અમારી નજીકના એકનું અવલોકન કરીને હું એવા નિર્ણય પર પહોંચે કે એ ઈટાનું બનાવેલું છે, અને એને ઉપરને અલંકૃત ભાગ ખરેખર પથ્થરમાંથી કરી કાઢેલ નથી, પરંતુ પાકી માટીમાંથી કે કઈક જાતના ટકાઉ પ્લાસ્ટર કે લેપની મદદથી તૈયાર કરવામાં આવ્યા છે. કેટલીક આકૃતિએ દેખીતી રીતે જ રંગની મદદથી બનાવવામાં આવેલી, પરંતુ એમના રંગ ઝાંખા પડી ગયેલા હતા.
વાડામાં પ્રવેશીને અને એ વિરાટ મંદિરના કેટલાક મોટા, અંધારા રસ્તાઓમાં ફરીને મારા ભોમિયાએ મને સૂચના આપી કે આપણે મધ્યસ્થ મંદિરની પાસે જઈ રહ્યા છીએ અને ત્યાં અંગ્રેજથી નહિ જઈ શકાય. નાસ્તિક માણસને દેવના દર્શનની મનાઈ હોવા છતાં એને મંદિરના ગર્ભદ્વારના ઉંબરા પાસે લઈ જતી
Page #206
--------------------------------------------------------------------------
________________
અરુણાચલની તળેટીમાં
૨૨૩
અંધારી પરસાળમાં ઊભા રહીને દૂરથી દર્શન કરવાની છૂટ તે છે જ. એટલામાં તો એ ચેતવણીને યથાર્થ ઠરાવતો નગારાને અવાજ મારા સાંભળવામાં આવ્યો. એની સાથે સંભળાતા પ્રબળ ઘંટનાદ અને પૂજારીઓનાં સુદીર્ઘ ઉચ્ચારણોને પરિણામે પેદા થતો એકસરખો શુષ્ક સંવાદ એ પ્રાચીન ધર્મસ્થાનના અંધકારમાં કાંઈક વિચિત્રતાભરેલો લાગવા માંડ્યો.
મેં ધાર્યા પ્રમાણે દર્શન કર્યું. મૂર્તિની પાસે અંધકારમાં સોનેરી જ્યોતિ બળતી હતી, બેત્રણ બીજી ઝાંખી જ્યોતિઓ હતી, અને થોડાક ઉપાસકે કઈક ધર્મકાર્ય કરી રહેલા. મંદિરના સંગીતકારોને મારાથી બરાબર ઓળખી ન શકાયા; પરંતુ થોડા વખતમાં શંખને નાદ તથા ઝાંઝરનો સખત કર્કશ અવાજ સંગીતની સાથે મળી ગયે.
મારા સાથીદારે કાનમાં કહી બતાવ્યું કે પૂજારીઓ મારી હાજરીને સાચેસાચ પસંદ નહિ કરે, એટલા માટે વધારે વખત સુધી રોકાવાનું ઠીક નહિ થાય. એ પછી અમે મંદિરના બહારના શાંત પવિત્ર પ્રદેશમાં પહોંચી ગયા. એવી રીતે મારી શોધ પૂરી થઈ.
પ્રવેશદ્વાર પાસે ફરી વાર પહોંચ્યા ત્યારે મારે એક બાજુ ખસી જવું પડયું, કારણકે રસ્તાની વચ્ચે જમીન પર એક વયોવૃદ્ધ બ્રાહ્મણ પિત્તળનું નાનું પાણીપાત્ર લઈને બેઠો હતો. ડાબા હાથમાં તૂટેલા દર્પણને ટુકડો લઈને એ કપાળે ભપકાદાર તિલક કરી રહ્યો હતો. દક્ષિણના જુનવાણું હિંદુની નિશાની રૂપે એના કપાળ પર અંકિત થયેલું લાલ અને સફેદ ત્રિશૂળ પશ્ચિમના પ્રજાજનની દષ્ટિમાં એને દેખાવને હાસ્યાસ્પદ અને ગામડિયા જેવો બનાવતું હતું. મંદિરના દરવાજા પાસેની નાનકડી દુકાનમાં બેસીને શંકર ભગવાનની નાની મૂર્તિઓ વેચનારા એક બીજા વયોવૃદ્ધ માણસે મારી દષ્ટિ સાથે દષ્ટિને એક કરી. અને એની વણબોલાયેલી વિનતિને લક્ષમાં લઈ હું કાંઈક ખરીદી કરવા ઊભો રહ્યો.
Page #207
--------------------------------------------------------------------------
________________
૨૨૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
શહેરના દૂરના છેડે સંગેમરમરના મીનારાને ચળકતે સફેદ રંગ એકાએક મારી નજરે પડ્યો. એટલે મંદિરને મૂકીને મેં સ્થાનિક મજિદનો માર્ગ લીધે. મારી અંદર એવું કશુંક જરૂર છે જે મસ્જિદની છટાદાર સુંદર કમાન તથા ઘુમટની નાજુક સુંદરતા જોઈને હમેશાં ઝણઝણાટીને અનુભવ કરે છે. ફરી એક વાર મેં મારા બૂટ કાઢી નાખ્યા અને એ ચિત્તાકર્ષક સફેદ મકાનમાં પ્રવેશ કર્યો. એની રચના કેટલી સરસ રીતે કરવામાં આવેલી, કારણકે એની ઘુમટવાળી ઊંચાઈ માણસના મિજાજને અચૂક રીતે ઉત્તમ કરતી ! ત્યાં થોડાક જ ભક્તો હાજર હતા. પિતાના નાના રંગીન પ્રાર્થના માટેના કામળા પર બેસીને તે ઘૂંટણીએ પડતા કે પ્રણામ કરતા હતા. ત્યાં કોઈ રહસ્યમય દેવમંદિરો કે ભપકાદાર કૃતિઓનું દર્શન નહોતું થતું. કારણકે એમના પયગંબરે લખ્યું છે કે માણસ અને ઈશ્વરની વચ્ચે બીજું કોઈ પણ નહિ આવે, - પૂજારી પણ નહિ ! અલ્લાની આગળ બધા ઉપાસકે સરખા છે. ત્યાં કોઈ પૂજારી કે પંડિત નથી, અને મક્કા તરફ મન લગાડતી વખતે માણસને વિચારોની વચ્ચે પડનારા દેવતાઓની પરંપરા પણ નથી. | મુખ્ય ગલીમાંથી પાછા વળતી વખતે મારી નજર પૈસા છૂટા કરી આપનારની દુકાને પર, મીઠાઈના સ્ટોલ પર, કાપડના વેપારીઓની દુકાન પર અને અનાજ તથા ચોખાના વેપારીઓ પર પડી. જેને લીધે એ સ્થાનની ખ્યાતિ થયેલી તે પ્રાચીન મંદિરના મુસાફરોના લાભ માટે તે તૈયાર હતા. - હવે હું મહર્ષિ પાસે પાછા જવા ઉત્સુક હતો, અને ગાડીવાળાએ પણ અમારું આગળનું અંતર કાપવાના ઉદ્દેશથી પિતાના ટટ્ટુને જરા ઝડપથી ચલાવવા માંડયું. દષ્ટિને પાછી ફેરવીને મેં અરુણાચલના મંદિરની છેવટની ઝાંખી કરી લીધી. શિલ્પકામવાળાં નવ ટાવર હવામાં ઉપર ઊઠતાં દેખાયાં. એ પ્રાચીન મંદિર બાંધવા માટે ઈશ્વરને નામે કરાયેલા ધીરજપૂર્વકને પરિશ્રમની કથા કહેતાં હતાં, કારણકે એની રચનામાં એક માણસના જીવનકાળ કરતાં
Page #208
--------------------------------------------------------------------------
________________
અરુણાચલની તળેટીમાં
૨૨૫
વધારે વખત લાગે હતો એ નિઃશંક હતું. ઇજિપ્તની પેલી વિચિત્ર સંસ્કૃતિએ મારા મનને હલાવી દીધું. શેરીઓનાં મકાનની ઘરગથ્થુ શિપકળામાં એટલે કે નીચાં મકાને અને જાડી દીવાલમાં ઇજિપ્તના જેવી ઢબ દેખાઈ આવતી હતી.
એવો દિવસ શું કદીક પણ આવશે ખરે, જ્યારે આ મંદિરોને ત્યાગ કરીને માણસ એમને શાંત અને વેરાન દશામાં છોડી દેશે અને જે રાતી અને રાખડી માટીમાંથી એ પેદા થયાં છે તેમાં ધીમે ધીમે ટુકડેટુકડા થઈને મળવા દેશે ? કે પછી નવા નવા દેવતા શોધીને એમની આરાધના માટે એ નવાં મંદિરે બનાવતો રહેશે ?
પેલી તરફની પથ્થર પથરાયેલી ગિરિમાળાના ઢળાવમાં આવેલા આશ્રમના રસ્તા પર અમારું ટઃ ઝડપથી દોડતું જતું હતું, ત્યારે કુદરતે પિતાને સમગ્ર સૌન્દર્યભંડાર અમારી દૃષ્ટિ આગળ ખુલે કર્યો છે એવો અનુભવ કરતાં મારો શ્વાસ થંભી ગયો. સૂર્ય પોતાના વિશેષ પ્રકાશ સાથે રાત્રીની પથારી પર વિશ્રામ કરવા જાય છે એ સંધ્યાકાળના સમયનું નિરીક્ષણ મેં પૂર્વના દેશોમાં કેટલી બધી વાર કર્યું છે! પૂર્વના દેશોને સૂર્યાસ્ત પોતાના વિવિધ રંગેના સુંદર દેખાવથી હૃદયને મુગ્ધ કરે છે. અને એ આખોય. પ્રસંગ અડધા કલાકથી પણ ઓછા વખતમાં જલદી જલદી પૂરે થાય છે.
યુરેપની શરદઋતુની લાંબી સંધ્યાએ આ પ્રદેશને માટે મોટે ભાગે અજાગી છે. પશ્ચિમ દિશામાં અગ્નિની જવાળાવાળો જ્યોતિર્મય દડે જંગલમાં જાણે કે નીચે ઊતરતો દેખાયો. ગગનના ગેબી ઘુમટમાંથી અદશ્ય થતાં પહેલાં એણે અત્યંત ચળકતે નારંગી જેવો રંગ ધારણ કર્યો. એની આસપાસના આકાશ પર પણ એ રંગના પડછાયા પડી રહ્યા. એને લીધે અમારી આંખની આગળ કાઈ પણ કલાકાર ન પૂરો પાડી શકે એ કળાત્મક ઉત્સવ ઊભો થયો. અમારી આજુબાજુનાં ખેતરે અને ઝાડોનાં ઝુંડમાં ઊંડી શાંતિ પથરાઈ ગઈ. નાનાં પંખીઓના સ્વર સંભળાતા બંધ થયા. જગલી વાંદરાઓના અવાજ પણ શાંત થયા. લાલ અગ્નિને દેદીપ્યમાન
Page #209
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ગોળે કઈ બીજી જગ્યાએ જવા માટે ઝડપથી અદશ્ય થવા માંડ્યો. સાંજને પડદે વધારે ગાઢ રીતે પડવા લાગ્યો, અને થોડા વખતમાં તે ઉત્તેજિત અગ્નિજવાળા તથા વિસ્તાર પામેલા રંગોનું એ આખુંય દસ્ય અંધકારમાં વિલીન થયું.
એ શાંતિની અસર મારા વિચારો પર પડયા વિના ન રહી. એની સુંદરતા મારા અંતરને સ્પર્શી રહી. નસીબે આપણે માટે પૂરી પાડેલી એવી અનેરી ક્ષણેને કેવી રીતે ભૂલી શકાય ? એવી ક્ષણે આપણુ મનને એ વિચાર કરતું કરી મૂકે છે કે જીવનની કઠોર વાસ્તવિકતાની વચ્ચે, એની અંદર કોઈ દયાળુ સર્વોત્તમ શક્તિ છપાયેલી પડી છે. એ ક્ષણે આપણા સામાન્ય કલાકેને શરમાવે એવી ઉત્તમ હોય છે. અંધારા અવકાશમાંથી ખરતા તારાની જેમ એ આશાને ક્ષણિક માર્ગ અજવાળવા આવે છે અને આપણી આગળથી અદશ્ય થાય છે.
- તડવૃક્ષોવાળા ચેકમાં અમારી ગાડી આવી પહોંચી ત્યારે, આશ્રમના ઉદ્યાનમાં અંધકારમાં અદ્ભુત પ્રકાશરેખા પાથરતા આગિયા ઊડી રહ્યા હતા. અને લાંબા હોલમાં પ્રવેશીને હું જમીન પર બેઠે ત્યારે સર્વોત્તમ પ્રકારની શાંતિ એ સ્થળને પહોંચીને એની હવામાં ઠેલાઈ ગઈ હોય એવું લાગવા માંડયું.
ભેગા થયેલા દર્શનાર્થીઓ હૈલમાં હારબંધ બેઠા હતા, પરંતુ કઈ જાતને અવાજ થતો નહોતો કે વાતો વહેતી થતી. ખૂણામાંના કેચ પર મહર્ષિ બેઠ હતા. એમણે પલાંઠી વાળેલી હતી અને એમના હાથ નિરાંતે ઘૂંટણ પર મુકાયેલા હતા. એમની આકૃતિ મને નવેસરથી સાદી અને નમ્ર કે સરળ લાગી. ઉપરાંત પ્રતિભાશાળી તથા ગૌરવવાળી જણાઈ. હમરના જમાનાના કોઈક સંતની પિઠે એમનું મસ્તક ઉમદા રીતે સ્થિર હતું. એમની આંખ હેલના દૂરના છેડા તરફ અચળ રીતે મંડાયેલી હતી. દૃષ્ટિની એ અદ્ભુત એકાગ્રતા ખરેખર
Page #210
--------------------------------------------------------------------------
________________
અરુણાચલની તળેટીમાં
૨૨૭
આશ્ચર્યકારક હતી. શું એ બારીમાંથી આકાશમાંથી વિલીન થતા ...”ના છેલ્લા કિરણને જોઈ રહ્યા છે, કે પછી કાઈક સ્વપ્ન જેવી સૂમતામાં ડૂબી જઈને આ જડ જગતનું કશું જોઈ જ નથી રહ્યા ?
છાપરાની લાકડાની ચિરાડામાં અગરબત્તીમાંથી પેદા થતું રાજનું વાદળ ફરી રહ્યું હતું. સ્થિરતાપૂર્વક ખેસીને મેં મહિષઁ પર મારી દૃષ્ટિ સ્થિર કરવાના પ્રયાસ કર્યો, પણ થાડાક વખતમાં જ આંખ બંધ કરવાની મને ઇચ્છા થઈ આવી. થાડા વખત પછી સંતપુરુષની સંનિધિમાં મારી અંદર વધારે ઊંડાણથી પ્રવેશ કરતી અસ્પષ્ટ શાંતિની અસર નીચે આવી જઈ હું અનિદ્રામાં પડી ગયા. આખરે મારી અભાન દશામાંથી મા થયા અને હું એક અજબ જેવું સ્વપ્ન જોવા માંડયો.
જાણે કે હું પાંચ વરસના નાના બાળક બની ગયા. અરુણાચલ પર્વતની ઉપર જતી અને આજુબાજુથી પસાર થતી કાચી સડક પર ઊભા રહીને મેં મહર્ષિનેા હાથ પકડયો. પરંતુ મારી બાજુમાં ઊભેલા મહિષૅ રાક્ષસ જેવા કદના બની ગયા. એમની આકૃતિ ઘણી ઊંચી બની ગઈ. એ મને આશ્રમથી દૂર લઈ જવા માંડયા, અને રાત્રીના ગાઢ અંધકારની વચ્ચે રસ્તા બતાવીને આગળ લઈ ગયા. એ રસ્તે અમે બંને એક સાથે ધીમેધીમે ચાલવા માંડચા. થોડા વખત પછી ચંદ્ર તથા તારાએ અમારી આજુબાજુ પાતાના ઝાંખા પ્રકાશ પાથરવા માંડવ્યા. પથ્થરવાળી જમીનની ફ્ાામાંથી અને અસ્થિર રીતે ટકી રહેલા રાક્ષસી ખડžાની વચ્ચેથી, મે' જોયું કે મહિષ મને સંભાળપૂર્વક આગળ લઈ જાય છે. ટેકરી ચઢાવવાળી હતી અને અમે એના પર ધીમેથી ચડી રહ્યા હતા. પથ્થો કે ખડના વચ્ચેની સાંકડી જગ્યામાં અથવા નીચાં વૃક્ષાની ઘટામાં નાની મહૂલી તથા ગુફા દેખાવા માંડી. અમે ત્યાંથી પસાર થયા ત્યારે એમાં રહેનારા એમને સત્કારવા બહાર આવ્યા. તારાના તેજમાં એમનાં સ્વરૂપે પ્રેતને મળતાં આવતાં છતાં, મને એળખતાં વાર ન લાગી કે એ બધા જુદાજુદા યાગીએ છે. અમે એમને
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૨૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
માટે શકાવાને બદલે પર્વતનું' શિખર આવ્યુ' ત્યાં સુધી ચાલતા જ રહ્યા. આખરે અમે અટકા, ત્યારે કાઈ મહત્ત્વની ઘટના બનવાની આગાહી કરતું હોય તેમ મારું હૃદય ધડકવા લાગ્યું.
મહર્ષિ પાછા ફરીને મારા મુખ તરફ જોવા માંડયા. મેં પણ બદલામાં એમની તરફ ઉત્સુકતાથી જોવા માંડયું. મારા મન તેમ અંતરમાં કાઈ ઝડપથી રહસ્યમય પરિવર્તન થઈ રહ્યું છે એનુ મને ભાન થયું. મારા પર કાબૂ જમાવી બેઠેલા જૂના ખ્યાલા મારે ત્યાગ કરવા લાગ્યા. મને આમતેમ લઈ જનારી મારી ઉત્કટ ઇચ્છાઓ ઝડપથી દૂર થઈ ગઈ. મારા સાથીએ સાથે મેં જેનાથી પ્રેરાઈને વ્યવહાર કરેલા તે અણગમા, ગેરસમજ, ઉડ્ડાસીનતા કે સખતાઈને કારણે સ્વાર્થવૃત્તિના એકદમ અંત આવ્યેા. મારા પર એક જાતની અવનીય શાંતિ વરસવા માંડી, અને મને જણાયું કે જિન્દગીમાં હવે મારે વધારે કશું માગવા જેવું નથી રહ્યું.
એટલામાં તે મહિષએમને એકાએક પર્વતની તળેટીમાં જોવાની આજ્ઞા કરી. મેં એમની આજ્ઞાનું પાલન કરીને નીચે જોયું, અને મારા આશ્ચયૅ વચ્ચે મને જણાયું કે આપણી પૃથ્વીને પશ્ચિમ ગાળા નીચેના ભાગમાં દૂર સુધી પથરાયેલા છે. એ લાખા લેાકાથી ભરેલા હતા. ઉપરથી જોતાં એ લેાકેા રૂપાના ભંડાર જેવા દેખાવા લાગ્યા. પરન્તુ રાત્રીના અંધકાર એમને હજી ઢાંકી દેવા લાગ્યા.
સંતપુરુષના ધીમે સ્વરે ખેાલાતા શબ્દો મારે કાને અથડાયા.
૬ તમે ત્યાં પાછા ફરશેા ત્યારે અત્યારે અનુભવેા છે તે શાંતિ તમને મળી રહેશે. પરંતુ એની કિસ્મત તરીકે તમારે તમે આ શરીર કે મગજ છેા એવા ખ્યાલને ત્યાગ કરવા પડશે. આ શાંતિને પ્રવાહ તમારી અંદર વહેવા માંડશે ત્યારે તમારી જાતને તમે ભૂલી જશેા, કારણકે એ દશામાં તમારું સમગ્ર જીવન ‘ તેની ’ તરફ વળી ચૂકયુ હશે.'
Page #212
--------------------------------------------------------------------------
________________
અરુણાચલની તળેટીમાં
૨૨૯
એમ કહીને મહર્ષિએ મારા હાથમાં રૂપેરી પ્રકાશવાળી દેરીનો એક છેડો મૂક્યો.
એ અસાધારણ અનેરું સ્વપ્ન પૂરું થતાં હું જાગી ઊઠયો ત્યારે મારા પર એની સૂક્ષ્મ ઉત્તમતાની અસર એવી જ તાજી હતી. એ વખતે મહર્ષિની આંખ મારી આંખ સાથે એકાએક એક થઈ. એમણે પિતાનું મોટું મારી દિશામાં ફેરવીને મારી આંખમાં સ્થિર દષ્ટિથી જોવા માંડયું.
એના સ્વપ્નની પાછળ શું રહસ્ય છુપાયેલું હતું ? મારા વ્યક્તિગત જીવનની ઈચ્છાઓ તથા કટુતાએ થોડા વખત માટે એને લીધે ભુલાઈ ગઈ. હું જાગૃતિમાં આવ્યો તે છતાં, સ્વાનમાં અનુભવેલી મારી પોતાની જાત પ્રત્યેની ઘોર ઉદાસીનતા અને મારા સાથીદારોને માટેની પ્રખર દયાવૃત્તિ હજુ એવી ને એવી જ કાયમ હતી. એ અનુભવ ખરેખર અભુત હતા.
પરંતુ સ્વપ્નમાં જરાક પણ સચ્ચાઈ હશે તો એ વસ્તુ લાંબો વખત ટકે, એવો વિચાર આવ્યા છતાં એનો નિર્ણય હું કરી શકો.
- મારું સ્વપ્ન કેટલે વખત ચાલ્યું ? હોલમાંની પ્રત્યેક વ્યક્તિ હવે ઊઠીને સૂવાની તૈયારી કરવા લાગી. મારે પણ ઈચ્છા ના હોવા છતાં એનું અનુકરણ કરવું પડયું.
એ લાંબા, સાધારણ બારીવાળા હોલમાં સંકડાઈને સૂવા કરતાં મેં ચોકની જ પસંદગી કરી. એક લાંબા, દાઢીવાળા શિષ્ય ફાનસ લાવી આપીને એને આખી રાત સળગતું રાખવાની સલાહ આપી. કારણ કે ત્યાં સાપ તેમ જ ચિત્તા જેવા સ્વાગત ને કરવા યોગ્ય મુલાકાતીઓને આવવાની શક્યતા હતી; પ્રકાશથી તે દૂર રહે એમ હતું.
ધરતી સખત હતી, અને મારી પાસે ગાદલું ન હોવાથી પરિણામ એ આવ્યું કે મને થોડા કલાકે સુધી ઊંઘ જ ન આવી.
ભા. આ. ૨. ખે. ૧૫
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૩૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
પરંતુ તેની હરકત નહોતી. મારી પાસે વિચારવાની પૂરતી સામગ્રી હતી. મને લાગ્યું કે મહર્ષિના રૂપમાં મારા જીવનમાં હું એક એવી રહસ્યમય વ્યક્તિને મળ્યો છું જે મારા અત્યાર સુધીના અનુભવ દરમિયાન મને નથી મળી.
મહર્ષિ એ સર્વોત્તમ ક્ષણદ્વારા મને કશોક સંદેશ આપી રહ્યા હતા, છતાં એના ચોક્કસ સ્વરૂપને હું ન સમજી શક્યો. એ કદાચ અસ્પષ્ટ, અવિચારણીય અને આધ્યાત્મિક હતા. એ રાતે પ્રત્યેક વખતે વિચાર કરતાં, અને એ અનેરું સ્વપ્ન યાદ કરતાં, એક જાતની વિચિત્ર લાગણી મારામાં પેદા થવા માંડી અને મારું હૃદય અનિશ્ચિત છતાં ઊંચી આકાંક્ષાથી ધડકવા લાગ્યું.
+ + + એ પછીના દિવસોમાં મેં મહર્ષિના નજદીકના સંપર્કમાં આવવાને પ્રયત્ન કરી જોયે, પણ મને સફળતા ન મળી. એ નિષ્ફળતાનાં કારણે ત્રણ હતાં. પહેલું કારણ એમના પિતાને એકાંત સ્વભાવ, દલીલે તથા ચર્ચાને માટે એમનો દેખીતો અણગમે, અને બીજાની માન્યતા તેમ જ બીજાના અભિપ્રાયો તરફની એમની ઘોર ઉદાસીનતા હતાં. એ સંપૂર્ણપણે દેખાઈ આવતું હતું, કે મહર્ષિ કેઈને પોતાના મતમાં પલટાવવા નહોતા માગતા, અને એમના અનુયાયી તરીકે એક પણ માણસને ઉમેરે કરવાની ઈચ્છા નહેતા રાખતા.
બીજું કારણ છે કે વિચિત્ર હતું છતાં એને ઇનકાર કરી શકાય તેમ નહોતો. પેલા વિશેષ સ્વપ્નવાળી સાંજ પછીથી એમની પાસે હું જયારે જ્યારે જતો ત્યારે એમની હાજરીમાં એક પ્રકારના ઊંડા આદરભાવને અનુભવ કરતે. બીજી રીતે જે પ્રશ્નો મેં સામાન્ય વાતચીત જેમ પૂછયા હોત તે મારા હોઠની પાછળ જ શાંત થઈ ગયા. કારણ કે સામાન્ય માનવતાને સંબંધ છે ત્યાં સુધી, એમને પોતાના બરાબરિયા માનીને વાત કરવામાં તથા એમની સાથે દલીલમાં ઊતરવામાં જાણે કે કોઈ અપરાધ થાય છે એવું લાગી આવતું.
Page #214
--------------------------------------------------------------------------
________________
અરુણાચલની તળેટીમાં
૨૩૧
મારી નિષ્ફળતાનું ત્રીજું કારણ ઘણું સાદું હતું. હેલમાં લગભગ બધે જ વખતે થોડાક બીજા લેકે રહેતા હોવાથી, એમની હાજરીમાં મારા અંગત વિચારો રજૂ કરવાનું કામ મને કઠિન લાગતું. આખરે તો એમને માટે હું એક અજાણ્યા અને પરદેશી માણસ હતો. એમનામાંના કેટલાકની ભાષા કરતાં હું જુદી ભાષા બોલતો હતો એ હકીકત એ છા મહત્ત્વની હતી. પરંતુ હું ધાર્મિક લાગણીથી દેરવાઈ ગયા વગરને શંકાવાદી ને દોષદર્શી દૃષ્ટિકોણ ધરાવતો એ હકીકત જયારે એ દૃષ્ટિકોણને વાણુમાં રજૂ કરવાનો પ્રયાસ કરતા ત્યારે વધારે મહત્તવની બની જતી. એમની પવિત્ર સૂક્ષ્મ લાગણીઓને દુઃખવવાની ઈચ્છા મારામાં જરા પણ નહોતી, પરંતુ મને એકદમ ઓછી અસર કરનારી ઢબ મુજબ વિષયોની ચર્ચા કરવાની કામના પણ મને નહતી. એથી કાંઈક અંશે, એ વસ્તુએ મને મૂગે બનાવી દીધે.
એ ત્રણે અંતરાયોમાંથી માર્ગ કરવાનું કામ કાંઈ સહેલું નહતું. કેટલીક વાર હું મહર્ષિને પ્રશ્ન પૂછવાની તૈયાર કરતો. પણ એ ત્રણ મુદ્દાઓમાં કોઈ પણ એક મુદ્દો આગળ આવતો ને મને નિષ્ફળતા મળતી.
મારા ધાર્યા પ્રમાણેનું અઠવાડિયું ક્યાંક પસાર થઈ ગયું ને મેં મારો મુકામ એક અઠવાડિયું વધારે લંબાવ્યો. મહર્ષિ સાથેનો વાર્તાલાપ કહી શકાય એ મારો પહેલો વાર્તાલાપ છેલ થઈ પડ્યો. એકાદ બે ઉપલક અને પરંપરાગત વાતથી આગળ વધીને મારાથી એમની સાથે વિશેષ ચર્ચામાં ન ઊતરી શકાયું.
- અઠવાડિયું પૂરું થયું ને ફરી પાછું મેં એક પખવાડિયું લંબાવ્યું. રોજ રોજ એ સંતના માનસિક વાતાવરણની સુંદર શાંતિને અને એમની આજુબાજુની હવામાં ફેલાયેલી નિર્મળતાનો અનુભવ મને થયા કરતો હતો.
મારી મુલાકાતનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો છતાં મારાથી એમની પાસે ન પહોંચી શકાયું. મારે નિવાસ ઉત્તમ ભાવો અને મહર્ષિ સાથે કઈ વ્યકિતગત સંપર્ક સ્થાપવાની કરુણાજનક નિષ્ફળ
Page #215
--------------------------------------------------------------------------
________________
ર૩ર.
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
તાઓના વિચિત્ર સંમિશ્રણરૂપ હતો. હોલની ચારે તરફ જોઈને મેં નિરાશાની થેડી લાગણી અનુભવી. બહારથી તથા અંદરથી એમ બંને રીતે, ત્યાંના મોટા ભાગનાં માણસો જુદી ભાષા બોલતાં હતાં. પછી એમની પાસે પહોંચવાની આશા મારાથી કેવી રીતે રાખી શકાય? મેં મહર્ષિની પિતાની તરફ જેવા માંડયું, અત્યંત ઊંચી અવસ્થા પર આરૂઢ થઈને એ તદ્દન અલગ હાય તેમ, જીવનના નાટકને જોઈ રહ્યા હતા. એમનામાં કઈક એવી ગૂઢ સંપત્તિ જરૂર હતી જે મારા પરિચયમાં આવેલા બીજા બધાથી એમને છૂટા પાડતી. મને કેણ જાણે કેમ પણ એવું લાગવા માંડયું કે જેટલા પ્રમાણમાં એ કુદરતના તેમ જ આશ્રમની પાછળ ઉપર ઊઠતા એકાકી પર્વતશિખરના, દૂરનાં જંગલે સુધી પહોંચતી અરણ્યની કાચી કેડીના, અને બધે વિસ્તરેલા અગાધ આકાશના છે, તેટલા પ્રમાણમાં આપણું અથવા મનુષ્યજાતિના નથી.
એકાંત અરુણાચલના પથ્થરી, અચળ લક્ષણમાંથી કાંઈક મહર્ષિમાં દાખલ થયું હતું. મને જાણવા મળેલું કે લાગલાગ ત્રીસ વરસ એમણે એ જ પર્વત પર પસાર કર્યા છે, અને એકાદ નાનીસરખી સફર માટે પણ એને છેડવાની ઈચ્છા એ નથી રાખતા. એટલો બધે નજદીકનો સહવાસ માણસના ચારિત્ર્ય પર પિતાની અસર અચૂકપણે પાડ્યા વિના ન જ રહે. મને ખબર હતી કે એ પર્વત માટે એમને પ્રેમ છે, કારણ કે પોતાના પ્રેમને પ્રદર્શિત કરવા માટે એમણે લખેલી સુંદર છતાં કરુણ કવિતાની કેટલીક કડીઓનો કોઈએ અનુવાદ પણ કર્યો હતો. જેવી રીતે એ એકાંત પર્વત જંગલમાં ઉપર ઊઠીને પિતાનું ઉન્નત મસ્તક આકાશ તરફ લંબાવતો હતો, તેવી રીતે સામાન્ય માનવતાના અરણ્યમાંથી ઉપર ઊઠીને એ અસાધારણ માનવે પિતાનું મસ્તક એકાકી વૈભવમાં અથવા અલૌકિકતામાં ઉપર ઉઠાવ્યું હતું. જેવી રીતે પવિત્ર અરુણાચલ પર્વત એકલે અને સમસ્ત પ્રદેશને વીંટી વળતી બીજી નાનીમોટી ગિરિમાળાથી અલગ તરી આવતો, તેવી રીતે વરસોથી પ્રેમ રાખતા ને
Page #216
--------------------------------------------------------------------------
________________
અરુણાચલની તળેટીમાં
૨૩૩
પાસે રહેતા ભક્તજનથી વીંટળાયેલા રહેવા છતાં પણ, મહર્ષિ રહસ્યમય રીતે અલગ જ તરી આવતા હતા. કુદરતને જડ, સૂક્ષ્મ, એ પવિત્ર પર્વતના રૂપમાં વિશેષ રીતે મૂર્ત થયેલો ગુણ ગમે તે રીતે એમની અંદર ઊતરી આવેલો લાગતો હતો. એમના બીજા કમજોર સાથીઓથી એ એમને કદાચ કાયમને માટે જુદા પાડતો. કેટલીક વાર મને એવું થઈ આવતું કે એ થોડાક વધારે માનવીય બનશે, અથવા તે આપણને સામાન્ય લાગતી પરંતુ એમની હાજરીમાં મામૂલી નિષ્ફળતાને વરતી વાતને અનુભવ થોડી વધારે સારી રીતે કરી શકશે. છતાં સામાન્ય અનુભવ કરતાં કાઈ ઉત્તમ અનુભવની પ્રાપ્તિ જે એમણે ખરેખર કરી લીધી હોય તે, મનુષ્ય તરીકેની ભૂમિકાથી ઉપર ઊડ્યા વિના, અથવા એમની પછાત જાતિને કાયમ માટે પાછળ મૂકીને આગળ વધ્યા વિના, એ કેવી રીતે શક્ય બની શકે ? એમના અસાધારણ દષ્ટિપાતથી મારામાં એક જાતની વિશેષ અને સતત આશા ઉત્પન્ન થયા કરતી કે એમના તરફથી વહેલી તકે કઈક આશ્ચર્યકારક વસ્તુની અભિવ્યક્તિ કરવામાં આવશે એમ કેમ થતું હતું ?
છતાં ત્યાં પ્રસરેલી પ્રત્યક્ષ શાંતિના અનુભવના ભાવ તથા મારા સ્મરણપટ પરના પેલા સ્વપ્ન સિવાય બીજી કઈ મૌખિક અથવા બીજી જાતની વસ્તુ મારી આગળ પ્રકટ કરવામાં નહોતી આવી. વખતના વીતવાની સાથે મને થોડીઘણી હતાશા થઈ. લગભગ પખવાડિયું પૂરું થયું છતાં ફક્ત એક જ વાર વાત થઈ શકી તેનો અર્થ કશે જ નહિ! મહર્ષિના ટૂંકા ને ઝડપી જવાબે પણ મને દૂર રાખવામાં ભાગ ભજવ્યો હતો. આવા વિચિત્ર સ્વાગતની આશા પણ મેં નહોતી રાખી, કારણકે પેલા કાષાય વસ્ત્રધારી સાધુપુરુષે અહીં આવવા માટે મને જે ઊજળી મેટી લાલચ આપેલી તે હું હજી નહોતો ભૂલ્યો. મારે માટે નોંધપાત્ર વાત તો એ હતી કે મારા મગજમાં એક વિચાર ઘોળાયા કરતો હોવાથી, બીજા માણસોને બદલે મહર્ષિ પોતે જ મારે માટે પિતાનું મોટું ઉઘાડે એવી મારી ઇચ્છા
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
હતી. મારે એ વિચાર કેઈ સપ્રમાણ ચિંતનસામગ્રીને પરિણામે ઉત્પન્ન નહેાતે થયો. એ તે પિતાની મેળે જ, કોઈ પણ પ્રકારની ઇચ્છા વિના જ પેદા થયેલ. એ પ્રબળ વિચારને સાર એ હતો કે
આ પુરુષે બધી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી છે, અને એમને કઈપણ પ્રકારનું દુઃખ સ્પર્શ કરી શકે તેમ નથી.'
મારા પ્રશ્નો પૂછીને મહર્ષિને એમના ઉત્તર આપવા પ્રેરિત કરવા નવેસરથી પ્રયાસ કરવાને મેં નિર્ણય કર્યો. હું એમના એક જૂના શિષ્ય પાસે જઈ પહોંચ્યો. એ બાજુની કુટિરમાં કશુંક કામ કરતા હતા. મારા પર એ પુષ્કળ પ્રેમ રાખતા હતા. એમને મેં મહર્ષિ સાથે છેવટની વાતચીત કરવાની મારી ઇચ્છા નિખાલસપણે કહી બતાવી. મહર્ષિ સાથે કામ લેતાં મને ઘણો સંકેચ થાય છે એ પણ મેં કબૂલ કર્યું. શિષ્ય સહાનુભૂતિ પૂર્વક સ્મિત કર્યું. એ વિદાય થયા ને થોડી વારમાં જ સમાચાર સાથે પાછા ફર્યા કે મહર્ષિ રાજીખુશીથી મુલાકાત આપી શકશે.
મેં તરત હોલમાં જઈને કાચની પાસે આરામથી બેઠક લીધી. મહર્ષિએ તરત જ મેટું ફેરવ્યું ને જાણે કે મારા પ્રસન્નતાપૂર્વક સત્કાર કર્યો. મને સારું લાગ્યું ને મેં સીધા જ પ્રશ્ન પૂછવાનું ચાલુ કર્યું.
યોગીઓ કહે છે કે સત્યના સાક્ષાત્કારની ઈચ્છા હોય તો માણસે સંસારને ત્યાગ કરીને એકાંત જંગલ કે પર્વતમાં જવું જોઈએ. અમારું જીવન એટલું બધું જુદું છે કે પશ્ચિમમાં અમે એવું ભાગ્યે જ કરી શકીએ. યોગીઓની વાત સાથે તમે મળતા થાઓ છે ખરા ?”
મહર્ષિએ બાદશાહી મુખાકૃતિવાળા એક બ્રાહ્મણ શિષ્ય તરફ દષ્ટિ કરી. એણે એમના ઉત્તરની મારી આગળ અનુવાદ કરી બતાવ્યો.
કર્મમય જીવનને ત્યાગ કરવા જે નથી. જો તમે રોજ એક કે બે કલાક ધ્યાન કરશો તે તમારી ફરજો સારી રીતે બજાવી
Page #218
--------------------------------------------------------------------------
________________
અરુણાચલની તળેટીમાં
૨૩૫
શકશે. જો ધ્યાન કરશે તેા તેને લીધે તમારા મનમાં પેદા થયેલા પ્રવાહ કામ કરતી વખતે પણ ચાલુ રહેશે. એક જ વિચારને ત્રણે એ રીતે વ્યકત કરી શકાય છે. ધ્યાનમાં તમે જે માં ગ્રહણ કરા તેના તમારી પ્રવૃત્તિમાં પણ પડઘો પડશે.’
6
એમ કરવાથી શું પરિણામ આવશે ? ’
અભ્યાસ વધતા જશે તેમ તેમ મનુષ્યા, ઘટનાઓ અને પદાર્થો પ્રત્યેના તમારા વલણમાં ધીમેધીમે ફેરફાર થતા જશે. તમારા ધ્યાનનો પ્રભાવ તમારાં કર્મા પર એની મેળે જ પડતા રહેશે.’
- તેા પછી તમે ચેાગીએની સાથે સંમત નથી થતા ?' મેં એમનું ધ્યાન ખેંચ્યું,
પરંતુ મહિ એ સીધેા જવાબ ન આપ્યા.
6
:
માણસે સંસારમાં બાંધનારી પેાતાની વ્યક્તિગત સ્વાર્થવૃત્તિના
જ ત્યાગ કરવા જોઈએ. પેાતાની જાતના અજ્ઞાનના ત્યાગ કરવા
એ જ સાચા ત્યાગ છે.'
· સંસારમાં પ્રવૃત્તિપરાયણુ જીવન જીવતાં સ્વાર્થરહિત બનવાની શક્યતા વી રીતે છે? ’
6
કર્મ અને જ્ઞાન વચ્ચે ઘર્ષણ નથી માનવાનું.’ એના અર્થ કે તમે એવું માને છે કે માણસ પેાતાની પુરાણી ધંધાકીય પ્રવૃત્તિ કરવાની સાથેસાથે પ્રકાશની પ્રાપ્તિ કરી શકે ? ’ શા માટે નહિ ? પરંતુ એ પરિસ્થિતિમાં માણસને એવું નહિ લાગે કે એની પુરાણી પ્રકૃતિ કામ કરી રહી છે. કારણકે માણસની મનેાવૃત્તિ બદલાતી જઈને છેવટે શરીરથી પર પરમાત્મામાં કેન્દ્રિત થશે.’ માણસ પ્રવૃત્તિપરાયણ હશે તે। તેને માટે ધ્યાનના સમય ઘણા આછે રહેશે.’
મારા શબ્દો સાંભળીને મહર્ષિ એવા જ શાંત રહ્યા. અધ્યાત્મમાગ માં શિખાઉ સાધકાએ જ ધ્યાન માટેના અલગ વખત રાખવા પડે છે.' એમણે ઉત્તર આપ્યા : જે આગળ વધે
'
.
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૩૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
છે તે તે કામ કરતો હોય કે ન કરતે હોય તો પણ, ઊંડી આત્મિક શાંતિને કે ધન્યતા અનુભવ કરે છે. એનું શરીર સમાજમાં કામ કરતું હોય છે ત્યારે પણ, એનું મગજ એકાંતને અનુભવ કરતાં ઠંડું રહે છે.”
તો પછી તમે યોગમાર્ગનો ઉપદેશ નથી આપતા ?” “ખેડૂત બળદને લાકડીથી હાંકે છે તેમ, યોગી પિતાના મનને ધ્યેય તરફ વાળવાની કેશિશ કરે છે. પરંતુ આ માર્ગમાં સાધક બળદને ઘાસ બતાવીને પટાવે છે.”
એ કેવી રીતે ?”
તમારે તમારી જાતને “હું કેણ? ” એ પ્રશ્ન પૂછવાન છે. એ સંશોધનને પરિણામે તમારી અંદરની મનથી પરની વસ્તુની પ્રાપ્તિ કરી લેશે. એ મોટી સમસ્યાનો ઉકેલ કરવાથી બીજી બધી સમસ્યાઓ ઊકલી જશે.”
હું શાંત રહીને એમનો ઉત્તર સમજવાની કોશિશ કરવા માંડ્યો. ભારતનાં કેટલાંય મકાનમાં જોવા મળતી સમચોરસ ખુલી, બારીનું કામ કરતી જગ્યામાંથી પવિત્ર પર્વતના ઢોળાવાનું સુંદર દશ્ય દેખાતું હતું. એની અનોખી આકૃતિ વહેલી સવારના સૂર્યપ્રકાશમાં સ્નાન કરી રહી હતી.
મહર્ષિએ મને ઉદેશીને ફરી વાર કહ્યું :
એ જ વાત બીજી રીતે કહું તો વધારે સારી રીતે સમજાશે. બધા મનુષ્યો સદા શેકરહિત સુખની ઇચછા રાખે છે. જેનો નાશ ન થાય એવું સુખ મેળવવાની એમની આકાંક્ષા છે. એ વૃત્તિ સાચી છે. પરંતુ તમને કદી એ હકીકતનો ખ્યાલ આવ્યો છે કે એ બધા એમની જ જાતને સૌથી વધારે ચાહે છે ?”
“ઠીક.. !”
હવે એ હકીકતના સંદર્ભમાં એને વિચાર કરે કે એક યા બીજી રીતે ધર્મના પાલનઠારા કે કેફી પીણુતારા, સૌની ઇચ્છા
Page #220
--------------------------------------------------------------------------
________________
અરુણાચલની તળેટીમાં
હંમેશાં સુખ મેળવવાની હાય છે, તેા મનુષ્યના સાચા મૂળ સ્વભાવની કૂંચી તમને મળી જશે.’
"
મને કાંઈ ન સમજાયું.’
એમના અવાજ જરા મેાટા થયા.
૨૩૭
"
સુખ માણસનો સાચા સ્વભાવ છે. આત્મામાં સુખ કુદરતી રીતે જ રહેલું છે. એટલે સુખ માટેની માણસની શેાધ એના પેાતાના મૂળ સ્વરૂપ અથવા આત્માની અજ્ઞાત શોધ જ છે. આત્મા અવિનાશી છે. એટલા માટે માણસ જ્યારે એની પ્રાપ્તિ કરે છે ત્યારે જેના નાશ ન થાય એવા સુખની પ્રાપ્તિ પણ કરી લે છે.’
<
' પરંતુ જગત ઘણું દુઃખી છે.’
.
હા. પરંતુ એનું કારણ એ છે કે જગત પેાતાના સાચા સ્વરૂપથી અજાણ છે. કાઈ જાતના અપવાદ વગર બધા માણસેા જાણ્યે કે અજાણ્યે, એની જ શેાધ કરી રહ્યા છે.'
* દુષ્ટ, ક્રૂર અને અપરાધી પણુ ?' મેં પૂછ્યું.
6
એ પણ એટલા માટે જ પાપ કરે છે કે પ્રત્યેક પાપદ્રારા એ આત્માનું સુખ મેળવવાના પ્રયાસ કરે છે. એ પ્રયાસની પ્રેરણા માણસમાં કુદરતી રીતે જ રહેલી છે, પરંતુ એમને ખબર નથી કે એ પેાતાના મૂળ સ્વરૂપની શેાધ કરે છે; એથી સુખના સાધન તરીકે પહેલાં એ પેલે મેલા મા અજમાવે છે. અલબત્ત, એ પતિ ખોટી છે, કારણ કે માણસનાં કર્મોને બલેા જરૂર મળે છે.'
"
તેા પછી એ સત્ય સ્વરૂપનું જ્ઞાન થશે ત્યારે જ આપણે સનાતન સુખને અનુભવ કરી શકીશું ?’
મહિ એ માથું હલાવ્યું.
સૂર્યના પ્રકાશનું એક ત્રાંસુ કિરણ પૉલિશ કર્યા વિનાની ખારીમાંથી અંદર આવીને મહર્ષિની મુખાકૃતિ પર પડી રહ્યું. એમના સ્વસ્થ કપાળમાં સંપૂર્ણ શાંતિ હતી, એમની મજબૂત મુખાકૃતિની આજુબાજુ સંતાષ હતા, અને એમનાં તેજસ્વી નેત્રોમાં મંદિર જેવી,
Page #221
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
નીરવતા હતી. એમના કરચલી વગરના ચહેરા એમના અનુભવના ડાણવાળા શબ્દને સાચા ઠરાવતા હતા.
ઉપરથી તદ્દન સીધાંસાદાં દેખાતાં વાયેાદ્વારા મહર્ષિ શું કહેવા માગતા હતા ? દુભાષિયાએ અંગ્રેજીમાં એમના ઉપલક અ જરૂર કરી બતાવ્યા, પરંતુ એમની પાછળના ગૂઢાર્થ એનાથી ભાગ્યે જ કહી શકાયા. મને લાગ્યુ કે તે તેા મારે પેાતે જ શોધી કાઢવા પડશે. મહર્ષિ` કાઈ ક્લસૂફની પેઠે અથવા તો પાતાના સિદ્ધાંતને સમજાવવાની કેાશિશ કરનાર પંડિતની પેઠે નહેાતા ખેાલતા, પણ પેાતાના દિલના ઊંડાણમાંથી ખેાલી રહ્યા હતા. એ શબ્દ એમના પેાતાના જ અસાધારણ અનુભવના સૂચક નહેાતા ?
૨૩૮
"
તમે જેના ઉલ્લેખ કરી રહ્યા છે તે સ્વરૂપ સાચેસાચ શું છે? તમે જે કહ્યું તે સાચું જ હેય તે તેા માણસનું બીજું સ્વરૂપ પણ હાવુ જોઈએ.’
એમના હાઠ પર એકાદ ક્ષણુ સ્મિત ફરી વળ્યું.
"
માણસનાં બે સ્વરૂપ હોઈ શકે ?' એમણે કહેવા માંડયું : આ વિષય સમજવા માટે માણસ માટે સૌથી પહેલી આવશ્યકતા પેાતાની જાતનું પૃથક્કરણ કરવાની છે. ભીન્ન માણસેાની પેઠે એ લાંબા વખતથી વિચાર કરવા ટેવાયેલા હેાવાથી, એણે પેાતાના હું ’ વિશે સાચી રીતે નથી વિચાયું. એને પેાતાને સાચા ખ્યાલ નથી. લાંબા વખતથી એ પેાતે શરીર તથા મન છે એવું માને છે. એથી જ હું તમને ‘ હું કાણુ 'ની શેાધ કરવાની ભલામણ કરું છું.'
<
એમની વાત હું સારી પેઠે સમજી શકુ એટલા માટે એ ઘેાડી વાર અટકયા. મેં એમનાં આગળનાં વાકયા આતુરતાપૂર્વક સાંભળવા માંડયાં :
6
તમે ઇચ્છે છે કે એ સત્ય પરંતુ શું કહું ? એની અંદરથી જ છે, અને એની અંદર જ એને વિલીન
:
સ્વરૂપનું વર્ણન કરી બતાવું વ્યક્તિગત ' હું 'ના ઉદય થાય થવાનું છે.'
Page #222
--------------------------------------------------------------------------
________________
અરુણાચલની તળેટીમાં
·
• વિલીન થવાનું ? ’મેં સામેથી પડÀા પાડચો : - પેાતાના વ્યક્તિત્વની લાગણી માણસ કેવી રીતે છેડી શકે ? ’
C
• પ્રત્યેક માણસના મનમાં પેદા થતા સૌથી પહેલા, અસલ અને આગળ પડતા વિચાર · હું ’ના વિચાર છે. એ વિચારના જન્મ કે ઉદ્ભવ પછી જ બીજા બાકીના વિચારો જન્મી શકે છે. મનમાં ‘ હું 'ને! ઉદ્ભવ થાય છે તે પછી જ તું કે તમે પેદા થઈ શકે છે. ‘હું'ના માનસિક રીતે આધાર લઈને જો તમે તેના મૂળ સુધી પહેાંચી જશે! તે તમારી ખાતરી થશે કે જેવી રીતે એ સૌથી પહેલા વિચાર તરીકે પેદા થાય છે તેવી રીતે સૌથી આખરે અદશ્ય પણ થાય છે. એ વસ્તુના અનુભવ કરી શકાય તેમ છે.'
૨૩૯
"
તમે એમ કહેવા માગેા છે કે પેાતાની અંદર એવું માનસિક સંશાધન કરવાનું સંપૂર્ણપણે શક્ય છે?’
• અવશ્ય. 6 હું 'ના છેલ્લે વિચાર ક્રમેક્રમે વિલીન થાય ત્યાં સુધી અંદર ઊતરવાનું શકય છે.’
"
- પછી શું બાકી રહે છે ? ' મે' પૂછ્યું:
એકદમ અચેત બની જશે કે મૂર્ખ બનશે ? ’
એ પછી માણસ
"
એવું નહિ થાય. ઊલટું, એને અવિનાશી સભાનતાની અનુભૂતિ થશે, અને માણુસની મૂળ પ્રકૃતિ જેવા એના અસલ સ્વરૂપની એને અનુભૂતિ થશે ત્યારે તે સાચા અમાં જ્ઞાની બનશે.’
હુંપણાની વૃત્તિ એની જ સાથે
સંબંધ ધરાવે છે ને ?” મેં
6
ચાલુ રાખ્યુ.
'
હુંપણાની વૃત્તિના સંબધ તા માણસની જાત સાથે, શરીર અને મગજ સાથે છે.’ મહર્ષિએ શાંતિથી ઉત્તર આપ્યા : · માણસને સૌથી પહેલી વાર પેાતાના સત્ય સ્વરૂપના સાક્ષાત્કાર થાય છે ત્યારે એના અંતરના ઊઁડાણમાંથી કાઈક જુદી જ વસ્તુ બહાર આવે છે અને એના ઉપર અધિકાર જમાવે છે. એ વસ્તુ મનથી અતીત હાય છે. અન ંત, અલૌકિક અને અવિનાશી હાય છે. કેટલાક લેાકેા
·
Page #223
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
અને સ્વર્ગીના સામ્રાજ્ય તરીકે ઓળખે છે, બીજા કેટલાક એને આત્મા કહે છે, કાઈ વળી નિર્વાણુનું નામ આપે છે, અને અમે હિંદુએ એને મેાક્ષ કહીએ છીએ. તમે તેને તમારી મરજી મુજબનું નામ આપી શકેા છે. એના અનુભવ થાય છે ત્યારે માણસ ખરી રીતે જોતાં પેાતાની જાતને ગુમાવતા નથી, પરંતુ પેાતાને શોધી કાઢે છે.’
૨૪૦
દુભાષિયાના મુખમાંથી નીકળેલા છેલ્લા શબ્દો સાંભળીને, ગેલીલીમાં પેલા પરિભ્રમણુ કરતા ગુરુએ ઉચ્ચારેલાં ચિરસ્મરણીય વચને મારા સ્મૃતિપટ પર તાજા થયાં. એ વચનેએ કેટલાય સજ્જનાને આશ્ચર્ય ચકિત કર્યા છે : ' જે પેાતાના જીવનને બચાવવાની કાશિશ કરશે તે તેને ખાઈ નાખશે; અને જે પેાતાના જીવનને ખાશે તે તેને સાચવી શકશે.'
બ'ને વાક્યામાં કેટલી બધી આશ્રય કારક સમાનતા છે! છતાં પણ ભારતીય સંતની માન્યતા બિનખ્રિસ્તી માર્ગ પેદા થયેલી છે. એ પેાતાના સિદ્ધાંત પર અત્યંત અઘરા અને અસામાન્ય લાગતા માનસિક વિકાસના માર્ગ દ્વારા પહેાંચી ચૂકયા છે.
મહર્ષિ કરી ખેાલવા માંડવ્યા. એમના શબ્દોએ મારા વિચારામાં ભંગ પાડો.
જ્યાં સુધી માણસ પેાતાના એ સત્ય સ્વરૂપની શેાધ નથી કરતા ત્યાં સુધી શંકા અને અચેાસતાથી સમસ્ત જીવનપર્યંત ઘેરાચેલા રહે છે. મેટામાં મેાટા રાજાએ અને રાજપુરુષે બીજાના પર શાસન કરવાની કેાશિશ કરે છે, પરંતુ એમના અંતરના અંતરતમમાં જાણે છે કે તેઓ પેાતાના પર શાસન કરી નથી શકતા. પોતાના અંતરના ઊંડાણમાં ડૂબકી મારનાર માનવ સર્વોત્તમ શક્તિના સ્વામી બની જાય છે. દુનિયામાં એવી પ્રખર સુદ્ધિવાળા લેાકેા છે જે જુદા જુદા કેટલાય વિષયેાનું જ્ઞાન મેળવવામાં જીવન પૂરું કરે છે. એમને પૂછે કે તમે માનવરહસ્યના ઉકેલ કર્યો છે, કે તમારી જાતને જીતી છે, તેા તે શરમથી મસ્તક નીચું નમાવશે. તમે પોતે કાણુ છે તે
Page #224
--------------------------------------------------------------------------
________________
અરુણાચલની તળેટીમાં
ર૪
ન જાણતા હો ત્યાં સુધી બીજુ બધું જાણવાથી શું લાભ થાય તેમ છે? માણસે પોતાના સત્ય સ્વરૂપની શોધ નથી કરતા, પરંતુ એથી વધારે કીમતી કરવા જેવું બીજું શું છે ?”
એ કામ ઘણું કઠિન અને લેકેત્તર છે.” મેં ટીકા કરી. મહર્ષિએ ન સમજી શકાય તેવી રીતે ગરદન હલાવી.
એની શક્યતાને અનુભવ સૌ કઈ કરી શકે છે. તેમાં તમે ધારે છે તેટલી મુશ્કેલી નથી પડતી.”
“અમારા જેવા પ્રવૃત્તિપરાયણ, વ્યવહારુ પશ્ચિમવાસીઓ માટે એવું સૂક્ષ્મ અવલોકન...” મેં શંકા કરી ને મારું વાક્ય હવામાં પૂરું કર્યા વિના જ મૂકી દીધું.
ઓલવાઈ રહેલી અગરબત્તીની જગ્યાએ બીજી તાજી અગરબત્તી મૂકવા મહર્ષિ એને સળગાવવાના ઉદ્દેશથી નીચે નમ્યા.
“સત્યને સાક્ષાત્કાર ભારતીય અને અંગ્રેજ બંનેને માટે સરખો છે. સાંસારિક જીવનમાં ગળાબૂડ ડૂબેલા કે માટે એ રસ્તો જરા વધારે કઠિન છે એ સાચું હોય તેપણ, માણસ વિજયી થઈ શકે છે ને તેણે વિજયી થવું જ જોઈએ. ધ્યાન કરતી વખતે પેદા થયેલા પ્રવાહને ટેવ તથા અભ્યાસ દ્વારા કાયમ રાખી શકાય છે. એ પછી અખંડ જાગૃતિના એ પ્રવાહની અસર નીચે માણસ પોતાનાં કામ તેમ જ પ્રવૃત્તિ કરી શકશે. એમાં ભંગ નહિ પડે. એવી રીતે ધ્યાન તથા બહારની પ્રવૃત્તિઓની વચ્ચેનો ભેદ મટી જશે, જે તમે હું કેણ એ પ્રશ્નનું ધ્યાન કરે, અને અનુભવે કે તમે ખરેખર શરીર, મગજ કે કામનાઓ નથી, તે એ સંશોધનવૃતિ અથવા એવા અભ્યાસને પરિણામે, આખરે તમારી પિતાની અંદરના ઊંડાણમાંથી એને ઉત્તર મળી રહેશે. ઊંડા સાક્ષાત્કારરૂપે એ ઉત્તર તમને એની મેળે જ આવી મળશે.'
એમના શબ્દ પર ફરી વાર વિચાર કરવા માંડ્યો,
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૪રે
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
તમારા સાચા સ્વરૂપને સાક્ષાત્કાર કરે.” એમણે ચાલુ રાખ્યું : પછી સત્ય તમારા હૃદયમાં સૂર્યપ્રકાશની પેઠે પ્રકાશી ઊઠશે. મન સ્વસ્થ થશે અને એની અંદર સાચું સુખ ઊભરાવવા માંડશે, કારણ કે સુખ અને સાચું સ્વરૂપ બંને એક જ છે. એક વાર આત્મભાવની પ્રાપ્તિ કરી લે પછી તમારી સઘળી શંકાઓ દૂર થશે.”
પિતાનું મસ્તક ફેરવીને પોતાની દષ્ટિને એમણે હેલના દૂરના છેડા પર કેન્દ્રિત કરી એના પરથી મેં સમજી લીધું કે એમના વાર્તાલાપની હદ પૂરી થઈ છે. અમારી અંતિમ વાતચીત એવી રીતે પૂરી થઈ. મારા પ્રસ્થાન પહેલાં હું એમને એમના ગૂઢ એકાંત આત્મિક આશ્રયસ્થાનમાંથી બહાર કાઢી શકે તે માટે મેં મારી જાતને અભિનંદન આપ્યાં.
x
x એમની પાસેથી ઊઠીને હું જંગલમાં એક શાંત સ્થળે પહોંચી ગયો. ત્યાં પુસ્તક ને નેંધપોથીના કામમાં મેં દિવસને મોટા ભાગ પસાર કર્યો. સાંજ પડતાં હોલમાં પાછા આવ્ય, કારણકે એકાદબે કલાકમાં જ બળદગાડી કે ખચ્ચરનું વાહન આવીને મને આશ્રમમાંથી લઈ જવાનું હતું.
ત્યાં સળગતા ધુપને લીધે હવા સુગંધીદાર લાગતી હતી. હું હોલમાં પ્રવેશ્યો ત્યારે ફરતા પંખાની નીચે મહર્ષિ અડધા આડા પડ્યા હતા, પરંતુ થોડી વારમાં જ એ બેઠા થયા અને એમની પ્રિય અવસ્થામાં આસીન થયા. એ પલાંઠી વાળીને જમણે પગ ડાબા સાથળ પર મુકીને અને ડાબો પગ જમણા સાથળની નીચે ફક્ત વાળલે રાખીને બેઠા. મદ્રાસ પાસે રહેતા યોગી બ્રહ્મ એવું જ આસન કરી બનાવેલું તેનું સ્મરણ થયું. એમણે એને સુખાસન નામે ઓળખાવેલું. એ આસન બુદ્ધના અડધા આસન જેવું હોવાથી તદન સહેલું હતું. મહર્ષિએ એમની ટેવ પ્રમાણે જમણા હાથને હડપચી નીચે રાખેલો અને એમની કેણી ઘૂંટણ પર ટેકવેલી. એમણે મારી તરફ ધ્યાનપૂર્વક જોવા માંડયું પરંતુ કશું કહ્યું નહિ. એમની
Page #226
--------------------------------------------------------------------------
________________
અરુણાચલની તળેટીમાં
૨૪૩
બાજુમાં જમીન પર એમનું તુંબીપાત્ર તથા વાંસની લાકડી પડેલી હતી. એમની દુન્યવી સંપત્તિમાં એ તથા કટિવસ્ત્રના એક નાનકડા ટુકડા સિવાય બીજું કાંઈ જ નહોતુ. પશ્ચિમની આપણી સંપત્તિપ્રાપ્તિની ભાવના પરની ધ્રુવી મૂગી ટીકાટિપ્પણી !
'મેશાં પ્રકાશતી એમની આંખ ધીમેધીમે વધારે તેજસ્વી અને એકાગ્ર બનવા માંડી. એમનું શરોર સ્થિર અથવા અક્કડ થયું. એમનું માથું થાડુંક હાલ્યું અને પછી શાંત થયું. થાડીક પળા પસાર થઈ ગઈ, અને મેં સ્પષ્ટ રીતે જોયું કે પહેલી વારના મારા મેળાપ વખતે તે જે શામાં હતા તે જ સમાધિદશામાં એમણે ફરી વાર પ્રવેશ કર્યાં. અમારે છૂટા પડવાનું પણ અમારા મેળાપ જેવું જ અની જાય એ કાંઈ ઓછું વિચિત્ર કહેવાય ? કાઈક વ્યક્તિએ મારા મેઢા પાસે માઢું લાવીને મારા કાનમાં કહ્યું : ' મહિષ શાંત સમાધિમાં પહેાંચી ગયા છે. હવે વાત કરવી નકામી છે.”
:
ત્યાં એકઠી થયેલો નાનકડી મંડળી પર શાંતિ ફરી વળી. મિનિટ પર મિનિટ પસાર થતી ગઈ ને શાંતિ વધારે ગાઢ બનતી રહી. જો કે હું ધાર્મિક નહેાતા તાપણુ, મધમાખી જેવી રીતે સંપૂર્ણ પણે ખીલેલા સુવાસિત ફૂલની પાસે જવાનું ન ટાળી શકે તેવી રીતે મારા મનમાં પેદા થતી વધતા જતા સન્માનની લાગણીને હું પણુ ન ટાળી શકયા. હૉલમાં ફરી વળતી એક પ્રકારની સૂક્ષ્મ, અસ્પષ્ટ અને અવર્ણનીય શક્તિની અસર મને પણ ઘણી ઊંડી થઈ. મને ક્રાઈયે ન્નતના સંશય કે સંાચ સિવાય અનુભવવા મળ્યું કે એ અલૌકિક શક્તિનું કેન્દ્ર બીજું કાઈયે નથી પરંતુ મહર્ષિ પેાતે જ છે.
એમની આંખ આશ્ચર્યચકિત કરનારા તેજથી પ્રકાશી રહી હતી. મારી અંદર અવનવી લાગણીઓ પેદા થવા લાગી. એમની એ પ્રકાશના ગેાળા જેવી આંખ જાણે કે મારા આત્માના એક અંદરના આરામસ્થાનમાં પ્રવેશ કરતી. કેાઈ વિશેષ રીતે મને લાગવા માંડયું કે મારા હ્રદયનું બધું જ એ જોઈ શકે છે. એમની
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૪૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
અભુત નજર મારા વિચારો, મારી લાગણીઓ અને મારી ઈચ્છાઓને ઓળખી રહી હતી. હું એની આગળ લાચાર બની ગયો. પહેલાં તે એ સ્થિર એકાગ્ર દૃષ્ટિએ મને મુશ્કેલીમાં મૂક્યો. હું લગભગ અસ્વસ્થ બની ગયો. મને લાગ્યું કે મારા ભુલાયેલા ભૂતકાળનાં પૃષ્ઠો એમણે વાંચી લીધાં છે. એમને એ બધાની ખબર છે એવી ખાતરી થઈ. એમાંથી છૂટવાની શક્તિ મારામાં નહોતી. હું છૂટવા માગતે પણ નહોતો. ભાવિ લાભની કોઈ અવનવી આકાંક્ષા મને એ પ્રખર દૃષ્ટિને સહન કરવાની ફરજ પાડતી હતી.
અને એથી થોડા વખત સુધી એ મારા આત્માની નબળી બાજુનું નિરીક્ષણ કરતા રહ્યા, મારા પચરંગી ભૂતકાળને પરિચય મેળવતા ગયા, અને મને આમથી તેમ તાણી રહેલી મિશ્રિત લાગણુઓને અનુભવ કરી રહ્યા. અલબત્ત, મને એમ પણ લાગ્યું કે એમને ખબર છે કે કેવી મનને અશાંત કરનારી શોધની ભાવનાને લીધે મેં મારી સામાન્ય જીવનપદ્ધતિને ત્યાગ કર્યો છે અને એમના જેવા પુરુષને મળવાનું બીડું ઝડપ્યું છે.
એમની આંખ તો લેશ પણ હલનચલન વગરની જ રહી. પરંતુ મારી આંખ અવારનવાર ઉઘાડમીંચ થવા લાગી તે વખતે અમારી વચ્ચે વહી રહેલા માનસિક સંદેશપ્રવાહમાં સેંધપાત્ર ફેર પડો. મને એ વાતનું ભાન થયું કે મારા મનને એ પોતાના મન સાથે ચોક્કસ રીતે જોડી રહ્યા છે, અને જે ઊંડી શાંતિના અનુભવ એ કાયમને માટે કરી રહ્યા છે તેની તરફ મારા પ્રાણને પ્રેરિત કરી રહ્યા છે. એ અસાધારણ શાંતિમાં મને ગૌરવ તથા. નમ્રતા બંનેને અનુભવ થતો હતો. કાળ જાણે કે થંભી ગયો. મારું હૃદય ચિંતાના ભારમાંથી મુક્ત થયું. મને થયું કે ક્રોધની કટુતાની અને અતૃપ્ત ઈચ્છાઓની કરુણની પીડા મારા મનને નહિ પહોંચે. મને પૂરેપૂરી પ્રતીતિ થઈ કે મનુષ્યજાતિમાં કુદરતી રીતે રહેલી પ્રબળ પ્રેરણાવૃત્તિ, જે માનવને ઉપર જોવાની આજ્ઞા
Page #228
--------------------------------------------------------------------------
________________
અરુણાચલની તળેટીમાં
૨૪૫
કરે છે, આશાને વળગી રહેવા માટે ઉત્સાહ પૂરો પાડે છે, અંધારભરેલા જીવનમાં પણ એનું જતન કરે છે તે સાચી વૃત્તિ છે, કારણકે વ્યકિતના અસ્તિત્વની પાછળનો હેતુ સારે છે. એ સરસ ઊડી શાંતિમાં ઘડિયાળ શાંતિપૂર્વક પડયું રહ્યું અને ભૂતકાળની ભૂલે ને શેકક્ષણો નજીવી લાગવા માંડી. મારું મન મહર્ષિના મનની અંદર ડૂબવા લાગ્યું અને ડહાપણુ પણ નિરર્થક થયું. મને થયું કે આ માણસની દષ્ટિ, મારી અપવિત્ર આંખની આગળ અણધાર્યા પ્રકાશની ગુપ્ત દુનિયાને ખુલ્લી કરનારી, કોઈ અલૌકિક આત્મિક શક્તિથી સંપન્ન જાદુઈ લાકડી છે કે શું?
આ બધા શિષ્યોને વાતચીત કરવાને અલ્પ અવસર મળે છે, થોડાક આરામ મળે છે, અને એમને આકર્ષનારી બાહ્ય પ્રવૃત્તિનો અભાવ છે તો પણ તેઓ વરસોથી મહર્ષિની પાસે શા માટે રહે છે એ પ્રશ્ન મારા મનમાં કોઈ વાર પેદા થયેલો. હવે મને સમજાયું– વિચાર કરવાથી નહિ પરંતુ વીજળીના જેવા પ્રકાશન અનભવથી – કે એ બધાં વરસે દરમિયાન એમને શાંત ને સૂક્ષ્મ પુરસ્કારની પ્રાપ્તિ થતી રહી છે.
અત્યાર સુધી હોલમાં બેઠેલી પ્રત્યેક વ્યક્તિ મૃત્યુતુલ્ય શાંતિમાં ડૂબી ગઈ હતી. લાંબે વખતે કઈક શાંતિથી ઊઠયું ને રવાના થયું. એની પાછળ બીજુ ગયું, ત્રીજુ ગયું, અને એ રીતે બધા જ વિદાય થયા.
હું મહર્ષિ સાથે એકલે પડો ! અત્યાર સુધી એવું કદી નહેતું બન્યું. એમની આંખ બદલાવા માંડી. એ ટાંકણુની અણી જેટલી નાની બની ગઈ. કેમેરાના કાચના ફોકસ અથવા પ્રત્યાવર્તન સ્થાનમાં ફેટે ખેંચાતી વખતે થતી ઉત્સુકતા જેવી મારા પર એની અસર થઈ. લગભગ બંધ થઈ ગયેલી પાંપણોની વચ્ચે ચળકતા તેજમાં ખૂબખૂબ વધારે થા. એકાએક મારું શરીર જાણે કે અદશ્ય થયું અને અમે બંને બહાર અવકાશમાં નીકળી પડ્યા !
ભા. આ. ૨. બ. ૧૬
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૪૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
એ ક્ષણ ઘણી જ કસોટી કરનારી સાબિત થઈ. મેં ગભરાઈને એ જાદુગરની મોહિનીમાંથી મુકિત મેળવવાનો નિર્ણય કર્યો. સંકલ્પ શક્તિ આપી, અને ફરી વાર હું શરીરમાં અને હોલમાં આવી પહોંચે.
મહર્ષિએ એક પણ શબ્દ ન કહ્યું. મેં મારી માનસિક શકિતને ફરી તૈયાર કરી. ઘડિયાળ તરફ દૃષ્ટિ ફેંકી, ધીમેથી ઊભો થયે. મારા પ્રસ્થાનને વખત થઈ ગયો હતો.
મેં વિદાય લેતી વખતે માથું નમાવ્યું. મહર્ષિએ એને શાંતિથી સ્વીકાર કર્યો. મેં આભારના થોડાક શબ્દો પણ કહ્યા. એમણે ફરીથી શાંતિપૂર્વક માથું હલાવ્યું.
ઉમરા આગળ હું થોડી વાર નાખુશી સાથે ઊભે રહ્યો. બહાર આવ્યો ત્યાં તે ઘંટડીને નાદ સંભળાયો. બળદગાડી આવી ગઈ હતી. મેં ફરી વાર બે હાથ જોડીને નમસ્કાર કર્યા.
અને અમે છૂટા પડ્યા.
Page #230
--------------------------------------------------------------------------
________________
१०
જાદુગરા તથા સતાના સમાગમમાં
મનુષ્યની અવજ્ઞા કરનારા એના દુશ્મન દેશ અને કાળ મારી કલમને આગળ ધપાવી રહ્યાં છે. મારા પગ પૂર્વ તરફના માર્ગ પર ઝડપી પગલે આગળ વધી રહ્યા છે, અને મારી કલમ અક્ષરદેહમાં અંકિત કરવા લાયક કેટલીક મહત્ત્વની વાતા ટપકાવી રહી છે.
બીજા બધા જ માણસાની જેમ મને પણ ચેાડીઘણી કરામતા કરી બતાવનાર ચેગી કે શેરીઓમાંના જાદુગરમાં સ્વાભાવિક રીતે જ રસ પડતા હતા. જો કે મારે રસ ઉપરઉપરના જ હતા, કારણ કે માણસના ઊંડા ચિંતનને યાગ્ય એવાં માનવજીવનનાં મહાન રહસ્યા પર એવી વ્યકિત ભાગ્યે જ કાંઈ પ્રકાશ પાડી શકતી. છતાં એની હાજરી એક જાતને નિર્દોષ અનેખા આનઃ પૂરા પાડતી હતી. એટલા માટે અવારનવાર અવસર મળતાં હું એમને મળવા તૈયાર રહેતા.
મારા પ્રવાસ દરમિયાન મારા પરિચયમાં આવેલા કેટલાક માણસાનું ચિત્રણ હું એમની વિભિન્નતા બતાવનારા ઉદ્દેશથી કરી બતાવું છું. એમનામાંના એકના મેળાપ મને મદ્રાસ પ્રાંતના ઉત્તરપૂર્વીય પ્રદેશમાં આવેલા રાજમહેન્દ્રી નામના શાંત શહેરમાં થયા હતા. એ તદ્દન નજીવી કરામત કરનારા હેાવા છતાં મારા સ્મૃતિપટ પર તાજો થાય છે.
કાઈ પણ જાતના હેતુ વગર ફરતાંફરતાં હું એક એવી જગ્યાએ પહેાંચી ગયા જ્યાં ભૂમિ પર છવાયેલી નરમ ધૂળમાં મારા જોડા
Page #231
--------------------------------------------------------------------------
________________
२४८
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
ખૂપી જતા હતા. આખરે હું બજારમાં દોરી જતી એક સાંકડી શેરીમાં આવી પહોંચ્યો. ગરમ હવાની વચ્ચેથી આગળ ચાલ્યો તો ઉધાડાં બારણાંની વચ્ચે બેઠેલા વૃદ્ધ પુરુષે મારી નજરે પડ્યા, ગંદકીમાં રમતાં બાળકો જોવા મળ્યાં, અને ઘરની બહાર નીકળતા એક તદ્દન નગ્ન યુવક દેખાયો. મારા જેવા અજાણ્યાને જોતાંવેંત જ એ ઘરમાં પાછો જતો રહ્યો.
મોટા, કોલાહલવાળા બજારમાં પણ, પોતાની નાની દુકાનમાં બેઠેલા મોટી ઉંમરના વેપારીઓ મને પસાર થતો જોઈને ઉત્સુકતાપૂર્વક પોતાની દાઢી પર હાથ ફેરવવા લાગ્યા. અનાજ તથા ખાદ્ય પદાર્થો વેચનારા પિતાની ખુલ્લી દુકાનો પાસે બેઠા હતા. માખીઓની સેના એમના માલ પર હુમલે કરવામાં મશગૂલ હતી. થોડાક વખતે હું એક કાંઈક ભપકાદાર રચનાવાળા મંદિર પાસે આવી પહોંચ્યો. ત્યાં સ્ત્રીપુરુષનું નાનકડું ટોળું મારા આગમનને લીધે કોલાહલ કરવા માંડયું. કેઢિયા, લંગડા, અને અનાથ લેકે મંદિર તથા ભારતનાં મેટા ભાગનાં શહેરનાં સ્ટેશન પાસે પોતાના અડ્ડો જમાવે છે, જેથી ધાર્મિક અને અપરિચિત માણસો પાસેથી ભીખ માગી શકાય. ભકતો મંદિરના મકાનમાં કોઈ પણ જાતને અવાજ કર્યા વગર ચાલતા હતા. એમના ઉઘાડા પગ પથ્થર પરની ધૂળ પર પડતા જતા. હું પણ મકાનમાં ફરીને પૂજારીઓની વિધિનું નિરીક્ષણ કરું ? એ પ્રશ્ન પર મેં વિચાર કર્યો અને અંદર ન જવાને નિર્ણય કર્યો. ' મેં મારી લાંબી રખડપટ્ટી ચાલુ રાખી. એટલામાં મારી આગળથી કાઈ ઝડપથી ચાલતે યુવાન મારી નજરે પડ્યો. એણે અંગ્રેજી ઢબનું મોટું ખમીસ પહેર્યું હતું. અને મૂલો કમરપટ પણ રાખેલે હતો અને એના જમણા હાથમાં કપડામાં બાંધેલાં પુસ્તકોનું બંડલ હતું. હું એની પાસે ગયો એટલે એણે કુદરતી રીતે જ પાછળ જોયું. એવી રીતે અમારો સંસર્ગ શરૂ થયો.
મારા ધંધાની જરૂરિયાત અને પરંપરાઓને પાળવાનું શક્ય હોય ત્યાં પાળવાનું તે શીખવ્યું જ છે; પરંતુ જ્યારે તે આપણી
Page #232
--------------------------------------------------------------------------
________________
જાદુગરો તથા સંતાના સમાગમમાં
૨૪૯
અને આપણા ઉદ્દેશની આડે આવતી હોય ત્યારે તેમની ઉપરવટ જવાની તાલીમ પણ પૂરી પાડી છે. મને પ્રવાસ કરવાનું ગમતું પરંતુ રૂઢિગત રીતે નહિ. એને લીધે મારું ભારતભ્રમણ ઉમરાવ જેવા પ્રવાસી અથવા અક્કડ સ્વભાવના મુસાફરી માટે ભાગ્યે જ આદર્શરૂપ બની શકશે.
એ યુવક સ્થાનિક કોલેજને વિદ્યાર્થી હતો. એ અત્યંત આકર્ષક એવી સામાન્ય બુદ્ધિમત્તા ધરાવતું હોય એમ લાગ્યું. પોતાના દેશની પ્રાચીન સભ્યતા માટે એને માન હતું, અને એ વિષયના મારા રસ વિશે મેં એને જણાવ્યું ત્યારે એની પ્રસન્નતાનો પાર ન રહ્યો.
ભારત એ વખતે ગાંધીજીએ ગોરા શાસકે અને ઘઉંવર્ણા શાસિત વચ્ચેના સંબંધો બગાડવાના પ્રયત્નને પરિણામે જગાડેલા મેટા તોફાનની પ્રસૂતિવેદનામાંથી પસાર થઈ રહ્યું હતું તોપણ, મને એ પણ જાણવા મળ્યું કે શહેરના મોટા ભાગના યુવાન વિદ્યાર્થીઓ પર જેણે હુમલો કરે તે રાજકારણના વિચારવાયુને એ હજુ સુધી તાબે નહોતો થયે.
અડધા કલાક પછી એ મને એક ખુલ્લી જગ્યામાં લઈ ગયા. ત્યાં એક નાનું ટોળું કુતૂહલવશ એકઠું થયેલું. એની વચ્ચે ઊભેલે માણસ મોટે સાદે બોલીને કશુંક પોકારતું હતું. યુવકે મને કહ્યું કે ઉચ્ચ સ્વરે કરાતી આ જાહેરાત માટે ભાગે આ માણસ જે અલૌકિક યૌગિક શક્તિઓ ધરાવવાને દાવો કરે છે તેની છે.
પિતાની જાતને ભેગી તરીકે ઓળખાવતા એ પુરુષને બાધે મજબૂત હતો. એનું માથું લાંબું હતું, ખભા ભરાવદાર હતા, અને એના પિશાકના ભાગરૂપે કમર પર વીંટાળેલા સુતરાઉ કપડાના ટુકડામાંથી એનું પેટ બહાર નીકળી આવતું હતું. એણે લાંબે ઢીલ સફેદ ઝભ્ભો પહેરેલો હતો. મને લાગ્યું કે એમનામાં થોડીક વધારે પડતી બહાદુરી છે. પરંતુ જયારે એણે એમ કહ્યું કે પૂરતી આર્થિક લાલચ આપવામાં આવે તે પોતે આંબાના વૃક્ષને પ્રયોગ કરી
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૫૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
બતાવે તેમ છે ત્યારે બીજાની સાથે હું પણ એની આગળ ડાક સિક્કા નાખવામાં શામિલ થયે.
એણે માટીને માટે ઘડે પિતાની આગળ રાખ્યા, અને પછી એ જમીન પર પલાંઠી વાળીને બેસી ગયો. ઘડામાં રાતી ઘઉંવર્ણી માટી ભરી હતી. એણે અમને કેરીને ગેટલે બતાવ્યું અને એને માટીમાં રેપી દીધો. તે પછી પોતાના થેલામાંથી મોટું કપડું કાઢીને એણે ઘડા પર, એના પોતાના ઘૂંટણ પર અને સાથળ પર ફેલાવી દીધું.
થોડા સમય સુધી યોગીએ કંટાળો ઉપજાવતા શુષ્ક સ્વરમાં છેડા રહસ્યમય મંત્રને ઉચ્ચાર કર્યો કર્યો, અને પછી કપડું કાઢી નાખ્યું. માટી પર આંબાના છોડને ફણગો ફૂટી નીકળે હતો !
એક વાર ફરીથી એણે પોતાના પગ તથા ઘડા પર કપડું ઢાંકી દીધું. હાથમાં વાંસળી લીધી, ને સંગીત સંભળાવતો હોય તેમ વિચિત્ર સૂર કાઢવા માંડયા. થોડીક વધારે પળે એવી રીતે પસાર થયા પછી એણે કપડું હઠાવી દઈને બતાવ્યું કે પેલે નાનકડે છેડ થોડોક મેટ થયો છે. વચ્ચેવચ્ચે વાંસળી વગાડતાં, કપડાને ઢાંકવાની ને હઠાવવાની ક્રિયા એણે માટીમાંથી નાને આંબાને છેડ બહાર આવ્યું ત્યાં સુધી કર્યા કરી. એ છોડ લગભગ નવથી દસ ફૂટ મોટો હતો. એને ઝાડ ભાગ્યે જ કહી શકાય. છતાં એ છેડને ઉપરથી એક નાની પીળી સોનેરી કેરી લટકી રહી હતી.
માટીમાં મેં જે બી નાખેલું તેમાંથી આ આખુંય ઝાડ ઊગી નીકળ્યું છે !” યોગીએ વિજયસૂચક શબ્દોમાં જાહેર કર્યું.
મારા માનસિક બંધારણે મને એના શબ્દોને એટલા જલદી માની લેવાની રજા ન આપી. મને તે ગમે તે કારણે પણ એવું લાગ્યું કે આ તે માત્ર જાદુનો નાનકડો પ્રયોગ છે.
યુવકે પિતાને અભિપ્રાય આપતાં કહ્યું :
Page #234
--------------------------------------------------------------------------
________________
જાદુગરા તથા સતાના સમાગમમાં
૨૫૧
સાહેબ, આ માણસ યાગી છે. એવા માણસામાં આશ્રયકારક કામા કરવાની શક્તિ હાય છે.’
"
પરંતુ મને એથી સાષ ન વળ્યેા. એ પ્રયાગનું રહસ્ય સમજવાના પ્રયાસ કરતાં મેં નક્કી કર્યુ કે એ માણસ માટે ભાગે જાદુગરાની મ`ડળીના સભ્ય જ હશે. તેાપણુ એ સંબધી નિશ્ચયાત્મક રીતે તેા કેમ કહી શકાય ?
ટાળાને ધીમેથી વિખેરાતું જોઈને, યાગીએ પોતાના થેલા બંધ કર્યા અને નીચે નમીને પીઠ પર નાખવા માંડયો.
એ જ વખતે અચાનક મને એક વિચાર આવ્યેા. અમે એકલા પડચા એટલે યાગીની પાસે જઈને મેં પાંચ રૂપિયાની નોટ કાઢી અને વિદ્યાર્થીને કહ્યું :
ચેાગીને કહે કે પોતાના પ્રયાગ કેવી રીતે થાય છે તે બતાવશે તેા આ રકમ તેને અર્પણ કરવામાં આવશે.’
.
યુવકે આજ્ઞાંકિત રીતે મારી વિનતિના અનુવાદ કરી બતાવ્યા. ચેાગીએ ઇનકાર કરતા હેાય એવા દેખાવ કર્યો, છતાં એની આંખમાં કામના પ્રકાશી ઊઠી.
"
તે પછી એને સાત રૂપિયા આપીએ.’
તેપણુ નીચે નમતા યાગીએ વાતચીત કરવાના મારા પ્રયત્નને નકારી કાઢો.
ઠીક ત્યારે, એને કહી દે કે આપણે એની વિદાય લઈએ છીએ.’ અમે ચાલવા માંડ્યા. હું ઈરાદાપૂર્વક ધીમે પગલે ચાલવા માંડયો. થેાડીક ક્ષણામાં તે યાગીએ બૂમ પાડી અમને પાછા ખેાલાવ્યા.
• સાહેબ જે સે રૂપિયા આપવા તૈયાર હોય તે યાગી બધું કહેવાનુ વચન આપે છે.’
ના. સાત રૂપિયા લે, નહિ તેા એના રહસ્યને ભલે સાચવી રાખે, ચાલે! ! ’
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૫૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
અમે ફરી ચાલી નીકળ્યા. એણે ફરી બૂમ પાડી એટલે અમે પાછા ફર્યા.
ગી કહે છે કે એ સાત રૂપિયા સ્વીકારશે.' તરત જ સ્પષ્ટીકરણ કરી બતાવવામાં આવ્યું.
યોગીએ પિતાનો પ્રવાસને કેથળો ખોલ્યો અને પિતાના રહસ્યમય પ્રયોગને કરવામાં મદદરૂપ સામગ્રી બહાર કાઢી. એ સામગ્રીમાં કેરીને ગોટલ હતો અને એકેક કરતાં લાંબા એવા આંબાના ત્રણ છોડને સમાવેશ થતો હતો.
નાનામાં નાને છોડ એણે કેચલામાં દબાવ્યા. એ દશામાં છોડ વળી ગયો. પછી કેચલાને બંધ કરીને ધૂળમાં દાટવામાં આવ્યું. પહેલે અંકુર પેદા કરવા માટે ધૂળમાં આંગળીઓ ઘાલીને કોચલાના ઢાંકણને દૂર કરવાનું જ બાકી રહેતું હતું. એમ કરવાથી છોડ ફરી વાર સીધે થઈ શકે તેમ હતો.
છેડના બીજા લાંબા ટુકડાને એણે પિતાના સુતરાઉ કમરપટામાં છુપાવી રાખ્યા. સંગીતના સ્વર છોડતી વખતે, મંત્ર બોલતી વખતે અને પ્રતીક્ષાની વચ્ચેની પળો દરમિયાન, બીજા કોઈને પણ જોવાની છૂટ આપ્યા સિવાય, કપડાનું ઢાંકણ ઊંચું કરીને એકાદ બે વાર એણે જોઈ લીધું કે છેડને વિકાસ કેક થાય છે. એ બધી પ્રવૃત્તિના પડદા પાછળ એણે પિતાના કમરપટામાંથી યુક્તિપૂર્વક લાંબે છેડ કાઢીને ધૂળમાં રો, નાના છેડને કાઢી નાખે, અને એને પોતાના કપડામાં મૂકી દીધો. એવી રીતે છેડના ઊગવાને ભ્રમ ઊભો કરવામાં આવ્યો.
વિદાય લેતી વખતે મારામાં થોડુંક વધારે ડહાપણું આવ્યું એ સાચું છે, છતાં મને એ વિચારતાં નવાઈ લાગી કે આવા યોગીઓ વિશેની મારી ભ્રમણુ શરદ ઋતુમાં સૂકાં પાંદડાં ઝાડને ત્યાગ કરે છે તેમ, મારે ત્યાગ કરશે કે નહિ.
મને એ વખતે અડિયાર નદીના યોગી બ્રહ્મ આપેલી પેલી ચેતવણું યાદ આવી કે નીચી કોટિના સાધુઓ અને બનાવટી યોગીઓ
Page #236
--------------------------------------------------------------------------
________________
જાદુગરો તથા સંતેના સમાગમમાં
૨૫૩
તરફથી શેરીઓમાં જે પ્રદર્શન રૂપે કરવામાં આવે છે તે તે જાદુના પ્રયોગો સિવાય બીજું કાંઈ જ નથી. એમણે એમ પણ કહેલું કે એવા લેકેને લીધે જ યુવાને તથા શિક્ષિતામાં યેગીનું નામ બદનામ થાય છે.
અડધા કલાકથી પણ ઓછા વખતમાં કેરીઓ ઉગાડનાર પલે માણસ કાંઈ સાચો યોગી નહોતો. એ તે ઢાંગી હતે.
છતાં સાચું જાદુ કરી બતાવનારા સાધુઓ પણ હયાતી ધરાવે છે. પુરી જતી વખતે બરહાનપુરમાં હું થોડુંક રોકાયો તે દરમિયાન મને એવા એક સાધુને પરિચય થયો હતો.
જૂનીપુરાણ પ્રથાઓ અને જીવનપદ્ધતિઓવાળા બરહાનપુરના એ શહેરમાં વિશાળ છાપરાવાળી ઓસરીવાળા વિશ્રાંતિગૃહમાં મેં કામચલાઉ ઉતારો રાખે. એક દિવસ ધગધગતા બપોરને વખતે મેં તીખા તાપમાંથી બચવા એ એાસરીની આહૂલાદક છાયામાં આશ્રય લીધે. મારી મોટી ખુરસી પર બેસીને મેં બગીચાના છેડનાં સુંદર પાંદડાં પરની સૂર્ય પ્રકાશની રમતનું નિરીક્ષણ કરવા માંડયું.
એટલામાં તે ઉઘાડા પગને શાંત રવ સંભળાયો, અને કઈક જંગલી જેવો દેખાતે માણસ વાંસની નાની ટોપલી સાથે કંપાઉન્ડના દરવાજા આગળ આવી પહોંચ્યો. એના વાળ લાંબા, કાળા, અને ગૂંચળાંવાળા હતા, અને એની આંખ જરા લોહિયાળી લાગતી. એ મારી પાસે આવ્યો, અને પોતાની ટાપલી જમીન પર મૂકીને, થોડા વખત સુધી પોતાના હાથ ઊંચા કરીને મને સલામ કરી ઊભો રહ્યો. એની પોતાની માતૃભાષા તથા થોડીક સમજી શકાય એવી અંગ્રેજી ભાષાના મિશ્રણમાં એણે મારી સાથે વાત કરવા માંડી. જો કે હું ચો કસ ન કરી શક્યો છતાં મને લાગ્યું કે એની માતૃભાષા તેલુગુ હતી. એના અંગ્રેજીના ઉચ્ચારો એટલા બધા
Page #237
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
અસ્પષ્ટ અને ભારપૂર્વકના હતા કે ત્રણ કે ચાર શબ્દો કરતાં વધારે શબ્દોના અર્થ મારાથી સમજી ન શકાયા. મેં અંગ્રેજીમાં કેટલાંક વાકયોના પ્રયાગ કરીને વાતચીત કરવાની ક્રેાશિશ કરી; પરંતુ એના ભાષા પરના કાબૂ એટલેા બધા અલ્પ હતા કે એ મારી વાત ન સમજી શકો. તેલુગુ ભાષા પરને મારા કાનૂ તે એના કરતાં પણ એકદમ ઓછે હાવાથી, એની વાત સમજવાનુ મારે માટે પણ મુશ્કેલ થઈ પડયુ. એકમેકને માટે અવાજનાં આંદાલના સિવાય જેમની કિંમત કશી જ વધારે નહાતી એવાં ઉચ્ચારણા કર્યા પછી અમને બ ંનેને એ હકીકતની ખાતરી થઈ. છેવટે એણે સંકેત તથા હાવભાવની ભાષાના આધાર લીધેા, અને એના પરથી અનુમાન કર્યું કે એ મને ટાપલીમાંની કાઈ મહત્ત્વની વસ્તુ બતાવવા માગે છે.
૨૫૪
બંગલામાં જઈને મે નાકરને ખેાલાવ્યા. એ પેાતાની માતૃભાષાના જ્ઞાન ઉપરાંત પેાતાની બુદ્ધિમત્તા બતાવવા માટે અંગ્રેજીના આછાપાતળા પ્રયાગનું જ્ઞાન પણ ધરાવતા હતા. એને મે એની શક્તિ મુજબ અનુવાદ કરી બતાવવા જણાવ્યું.
‘એ તમને ફકીરનું જાદુ ખતાવવા માગે છે.’
સરસ. તેા પછી તે ભલે બતાવે. એ કેટલા પૈસા માગે છે ? ' એ કહે છે કે સાહેબની મરજી હેાય તે બલે આપે.’
C
તા પછી શરૂ કરા ! ’
સાધુના ચિન્તા આગમન અને એના મૂળ સ્થાનના અજ્ઞાનને લીધે મારામાં વારાફરતી ઉત્સાહ-અનુત્સાહની મિશ્રિત લાગણી પેદા થવા માંડી. એ માણસના ચહેરા પરના ભાવાના તાગ કાઢવાનું કામ કપરું હતું. એના પર માટે ભાગે અનિષ્ટ કહી શકાય એવું કશુંક જરૂર હતું, છતાં કાઈ અનિષ્ટની હાજરી મને નહાતા થતા. એની આજુબાજુ ગૂઢ શક્તિએ અથવા અપરિચિત ખળાનુ પ્રકાશવતુ ળ હાય એવા ભાસ થતા હતા.
અનુભવ
Page #238
--------------------------------------------------------------------------
________________
જાદુગર તથા તેના સમાગમમાં
૨૫૫
ઓસરી કે પરસાળનાં પગથિયાં પર ચડવાનો પ્રયાસ કરવાને બદલે, એ એક વડના વૃક્ષ નીચે બેસી ગયો. એની લાંબી વિસ્તાર પામેલી ડાળીએ એના માથા પર મંડપ કરતી અને જમીનમાં મળી જતી. વાંસની ટોપલીમાંથી એણે ત્યાં બેસીને ઝેરી જે. દેખાતે વીંછી કાઢયો. એને એણે જેવીતેવી બનાવેલી લાકડાના ચીપિયાની જોડીથી પકડી રાખ્યો. | કુરૂપ દેખાતે વીંછી નાસી જવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એ જોઈને ફકીરે પોતાની આંગળીથી એની આજુબાજુ ધૂળમાં એક વર્તુળ દોર્યું. એ પછી વીંછી વર્તુળની અંદર ગોળગોળ ફરવા માંડ્યો. વર્તુળની પાસે પહોંચીને પ્રત્યેક વખતે, જાણે કોઈ દેખીતા અંતરાયને અનુભવ કરતો હોય એમ એ એકાએક અટકી જતા, અને બીજી દિશામાં પાછા ફરતા. એ તીખા તેજસ્વી સૂર્યપ્રકાશમાં હું એનું બારીકાઈથી નિરીક્ષણ કરતો.
એ ખાસ ખેલના પ્રદર્શનની બે કે ત્રણ મિનિટ બાદ મેં સંતોષ થયાનો સંકેત કરતાં મારો હાથ ઊંચો કર્યો. કીરે વીંછીને ટોપલીમાં મૂકી દીધે, અને એમાંથી બે નાના પાતળી અણીવાળા સળિયા કાઢયા.
પિતાની જરાક ભયંકર લાલઘૂમ આંખને બંધ કરીને પિતાને બીજે જાદુપ્રયાગ કરવા માટેના ઉચિત સમયની એ રાહ જોવા લાગે. લાંબે વખતે આંખ ઉઘાડીને એક સળિયો એની અણી આગળ કરીને એણે એના મોંમાં મૂક્યો. એણે એને એના ગાલમાંથી સોંસરે કાઢો જેથી એની મોટા ભાગની લંબાઈ અને મેંમાંથી બહાર નીકળી આવી. એ પીડાજનક પ્રયોગથી સંતોષ ન થયો હોય તેમ એણે બીજો સળિયો પણ પોતાના બીજા ગાલસોંસરો કાઢીને એ પ્રયોગ ફરી કર્યો. એ જોઈને મારી અંદર આશ્ચર્ય તથા અરેરાટીની મિશ્રિત લાગણી ફરી વળી.
મેં બરાબર જોઈ લીધું છે એવી કલ્પના કરીને બંને સળિયા એણે વારાફરતી બહાર કાઢયા અને મને સલામ કરી, પરસાળ
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૫૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
પરથી નીચે ઊતરીને મેં એની મુખાકૃતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. એની ચામડીમાં બે નાનાં કાણાં તથા થોડાંક નજીવાં લેહીનાં ટપકાં સિવાય ગાલના બંને જખમ ભાગ્યે જ જોઈ શકાય તેવા હતા !
એ માણસે મને ખુરશી પર બેસી જવાને સંકેત કર્યો. પરસાળમાં જઈને મેં ફરી આરામ કરવા માંડ્યો ત્યારે જાણે કે બીજા વિસ્મયકારક પ્રયોગ માટેની તૈયારી કરતો હોય તેમ એ શાંતિપૂર્વક ગોઠવણ કરવા લાગ્યો.
શાંતિપૂર્વક, કોઈ માણસ જેવી નિલેપતાપૂર્વક પોતાની બંડીનું બટન કાઢે તેવી જ નિલે પતાપૂર્વક, ફકીરે જમણો હાથ આંખ તરફ ઉઠાવીને, પોતાને જમણે ડાળ પકડયો અને ધીમેથી આંખના એકઠામાંથી બહાર કાઢો !
હું આશ્ચર્યથી દંગ બનીને પાછો ખસી ગયે.
ડીક ક્ષણોની વિશ્રાંતિ પછી એણે પિતાનો એ આંખને અવયવ થોડોક બહાર ખેંચી કાઢયો. બહાર ઊપસી આવેલા સ્નાયુઓ અને માંસપેશીઓને આધારે એ એના ગાલ પર લટકવા લાગ્યો.
એ ભયંકર દશ્ય જોઈને મને ઊબકા આવવા માંડયા; ડોળાને એણે ફરીથી આંખના ચોકઠામાં ગોઠવ્યો ત્યાં સુધી હું બેચેનીને અનુભવ કરતો રહ્યો.
એની જાદુવિદ્યા મેં સારી પેઠે જોઈ લીધી, એટલે મેં એને થોડાક રૂપિયાનું ઇનામ આપ્યું. શરીર સાથે સંબંધ ધરાવનારા આવા ભયંકર પ્રયોગો પિતે કેવી રીતે કરી શકે છે તે કહી બતાવવા એ રાજી છે કે કેમ તે માટે પૂછપરછ કરવા મેં અધકચરા દિલે, નોકરને જણાવ્યું.
એ સંબંધી કશું ન કહેવાનું મેં વચન આપ્યું છે. પિતા કેવળ પુત્રને શીખવે છે. ફક્ત કુટુંબ જ એનું રહસ્ય જાણી શકે છે.'
Page #240
--------------------------------------------------------------------------
________________
જાદુગર તથા તેના સમાગમમાં
૨૫૭
એની નાખુશીને હું સમજી શક્યો, છેવટે તે એ વિષય રખડતા લેખકને નથી પરંતુ એમના કરતાં વધારે તે ડોકટરે અને શસ્ત્રક્રિયા કરનારા તબીબોની તપાસને છે.
ફકીરે કપાળ પર હાથ લગાડીને વિદાયસૂચક સલામ કરી, ચોકના દરવાજાની બહાર ચાલવા માંડ્યું, અને થોડી વારમાં તો એ ધૂળવાળા રસ્તા પર અદશ્ય થઈ ગયો.
જગન્નાથપુરીના સમુદ્રનાં મોજાંને શાંત શબ્દ મારા કાને સંભળાયો. બંગાળના ઉપસાગરમાંથી વાતા ધીમા વાયુને આસ્વાદ ઘણે આનંદજનક લાગવા માંડયો. મેં સમુદ્રતટ પરના એકાંત ભાગ પર ચાલવા માંડયું. ત્યાં પીળાશ પડતી સફેદ રેતી વિશાળ વિસ્તારમાં ફેલાયેલી હતી, અને આજુબાજુ બધે પથરાયેલા ગરમ, આછા પ્રકાશન યુક્ત ધુમ્મસમાંથી ક્ષિતિજનું દર્શન થતું હતું. સમુદ્ર નીલમના રસ જેવો દેખાતો હતો.
ખિસ્સામાંથી ઘડિયાળ બહાર કાઢી તો તે તેજસ્વી સૂર્યપ્રકાશમાં ચમકવા લાગી. શહેરમાં પાછો ફર્યો ત્યારે મારે માટે કાયમી સમસ્યારૂપ બની રહેનારે એક અવર્ણનીય પ્રયોગ જેવાની મને તક મળી.
મિશ્રિત ટોળાથી ઘેરાયેલા એક ભભકાદાર પોશાકવાળો માણસ મારી નજરે પડ્યો. એની પાઘડી અને એના સુરવાલ પરથી લાગ્યું કે એ મુસલમાન છે. હિંદુની વસતીવાળા અને હિંદુઓના કહેવાતા શહેરમાં એક મુસલમાન ઓટલે બધે આગળપડતે તરી આવે છે, એ જોઈને હું વિચારમાં પડી ગયું. એણે મારામાં કુતૂહલ પેદા કર્યું, અને મારા રસને જાગ્રત કર્યો. એની પાસે રંગીન કપડાંમાં વિચિત્ર રીતે સજજ થયેલું, નાનું પાળેલું વાંદરું હતું. એને એ ઊંચા પગલે ચલાવતો હતો, અને મનુષ્યના જેવી હોશિયારીથી પ્રત્યેક વખતે એ કોઈ પણ જાતની ભૂલ વગર એના માલિકની આજ્ઞાનું પાલન કરતું હતું,
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૫૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
મારા પર એકાએક નજર પડતાં, એણે વાંદરાને કાંઈક કહ્યું, એટલે ટોળામાંથી કૂદકે મારીને એ શોકાતુર પિકાર પાડતું મારી પાસે આવ્યું. બક્ષિસની માગણી કરતું હોય તેમ એણે પિતાની હેટ કાઢીને મારી સામે ધરી. મેં તેમાં ચાર આના નાખ્યા. વાંદરાએ વિવેકપૂર્વક માથું નમાવ્યું, એક પ્રકારને શિષ્ટાચાર બતાવ્યો, અને પછી પોતાના માલિક તરફ ચાલવા માંડયું.
વાંદરાને એ પછીને પ્રયોગ એના માલિકના છૂટતા સંગીતસ્વર સાથે તાલ મિલાવીને અદ્ભુત નૃત્ય કરવાને હતો. એ નૃત્યમાં કઈ વધારે સારા રંગમંચને લાયક કલાત્મકતા તથા તાલબદ્ધતાનું સુન્દર સંમિશ્રણ હતું.
ખેલ પૂરો થયો એટલે એ માણસે પોતાના હાથ નીચેના બીજા યુવાન મુસલમાન મદદનીશને ઉર્દૂમાં કાંઈક કહ્યું. એથી એણે મારી પાસે આવીને એના ઉપરી મને કશુંક ખાસ બતાવવાની ઇચ્છા રાખતા હોવાથી, પાછળના તંબૂમાં મને પ્રવેશ કરવાની સૂચના કરી.
લેકેને ધસારો રેકવા એ યુવાન બહાર ઊભો રહ્યો, અને પેલા ભપકાદાર પિશાકવાળા માણસની સાથે મેં તંબુમાં પ્રવેશ કર્યો. અંદર ગયા પછી મને ખબર પડી કે એ વિભાગ તદ્દન છાપરા વગરને હતો અને ચાર મેટા થાંભલાની આજુબાજુ કપડું બાંધીને તૈયાર કરવામાં આવેલે. એટલે એની અંદર અને બહાર સારી રીતે જોઈ શકાતું હતું વચ્ચેના ભાગમાં ખાલી, હલકું, લાકડાનું ટેબલ હતું.
પેલા માણસે શણુની પોટલી ખેલીને કેટલીક ઢીંગલીઓ કાઢી. પ્રત્યેક ઢીંગલી આશરે બે ઇંચ મેટી હતી. એમનાં માથાં રંગીન મીણનાં બનાવેલાં અને એમના પગ સખત ઘાસના તથા નીચેના લોઢાનાં બટનથી બંધ કરેલા હતા. એ ઢીંગલીઓને મેજ પર મૂકવામાં આવી. દરેક ઢીંગલી પગ નીચેના સપાટ બટનને લીધે ટટાર અથવા સીધી ઊભી રહેતી હતી.
Page #242
--------------------------------------------------------------------------
________________
જાદુગરી તથા સતાના સમાગમમાં
૨૫૯
પછી પેલા માણસ મેજથી એકાદ વાર દૂર ઊભા રહો અને ઉર્દૂમાં આદેશ આપવા લાગ્યા. એને લીધે એકાદ બે મિનિટમાં તે ઢીંગલી મેજ પર હાલવાચાલવા અને પછી નૃત્ય કરવા લાગી ! સંગીતનિયામક જેવી રીતે સમય પસાર કરવા લાકડી હલાવે તેવી રીતે એણે એક નાની લાકડી હલાવવા માંડી, અને ર`ગબેરંગી ઢીંગલીએ એના અભિનય પ્રમાણે તાલબદ્ધ રીતે નાચવા લાગી!
બધી ઢીંગલીએ મેજ પર બધે જ ફરતી હતી, પરંતુ એની ધાર પર ન પડાય તેનું ખાસ ધ્યાન રાખતી. એ આખાય આશ્ચર્યકારક ખેલ હું દિવસના પૂરા પ્રકાશમાં ખપેારે લગભગ ચારેક વાગ્યે જોઈ રહ્યો હતા. કાઈક યુક્તિની આશંકા આવવાથી, મેજ પાસે જઈને મે એને બરાબર તપાસી જોયું. ઢીંગલીએની ઉપર અને મેજની નીચે દારાની તપાસમાં મેં હાથ ફેરવી જોયા, પરન્તુ મને કશું જ ન મળ્યુ, શું એ માણસ કેવળ જાદુગર નહિ પરન્તુ કાઈક યોગી હતા ?
એણે ઈશારા તથા શબ્દાદ્વારા સંકેત કરીને મને મેજના જુદાજુદા ભાગ તરફ આંગળી કરવા કહ્યું. મેં એવી રીતે કરવા માંડયું, અને દરેક વખતે ઢીંગલી મારી બતાવેલી દિશામાં એકઠી થઈને એકસાથે સંવાદ સાધતાં નાચવા લાગી !
આખરે એણે મને રૂપિયાના સિક્કો બતાવ્યા અને કશુક કહેવા માંડયુ. એના કથનના અંતઃપ્રેરણાત્મક અર્થ મેં એવા ઘટાવ્યા કે એ મને એવા રૂપિયા કાઢવાની વિનંતિ કરે છે. મારા ખિસ્સામાંથી રૂપિયાનો સિક્કો કાઢીને મેં મેજ પર મૂકયો. એ જ વખતે એ રૂપિયા ફકીરની દિશા તરફ નૃત્ય કરવા લાગ્યા. મેજની બીજી ધાર પર પહેાંચીને એ પડી ગયા. કીરના પગ પર રમવા લાગ્યા, અને એકાએક અટકી પડયો. પેલા માણસે સભ્યતાપૂર્વક સલામ કરતાં એને હાથ લંબાવીને લઈ લીધે.
મને થયું કે, હું કાઈ ખાસ જાદુપ્રયાગ। જોઈ રહ્યો છું કે કોઈ સાચી યેાગવિદ્યાના પ્રયાગનું દર્શન કરું છું ? મારી શંકાએ મારા
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૬૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
વદન પર તરી આવી હશે, કારણકે ફકીરે એને યુવાન મદદનીશને બેલાવ્યો. એણે મને પૂછ્યું કે એના ગુરુની આથી વધારે શક્તિને જેવાની મારી ઇચ્છા છે કે કેમ. મેં હા કહી, એટલે એણે ફકીરને જૂનું વાજિંત્ર આપ્યું અને મારી વીંટીને મેજ પર મૂકવાની માગણી કરી. મારી આંગળી પરથી વીંટી કાઢીને મેં એની આજ્ઞાનું અનુસરણ કર્યું. એ વીંટી અડિયાર નદીના તપસ્વી બ્રહ્મ મારી વિદાય વખતે મને ભેટ આપેલી તે જ વીંટી હતી. ફકીરે થોડાંક ડગલાં દૂર જઈને ઉર્દૂમાં ઉપરાઉપરી આદેશ આપવા માંડ્યા તે વખતે મેં એના સોનેરી કાપા તથા લીલા પથ્થરનું અવલોકન કરવા માંડયું. પ્રત્યેક શબ્દની સાથે વીંટી હવામાં ઉપર ઊઠીને નીચે પડવા લાગી ! પિલે માણસ એના જમણા હાથની મદદથી પિતાના આદેશને અનુકૂળ અભિનય કરતો હતો. એના ડાબા હાથમાં પેલું વાજિંત્ર હતું.
હવે એણે એ વાજિંત્ર વગાડવાની શરૂઆત કરી. અને મેં મંત્રમુગ્ધ બનીને જોયું કે એના સંગીત સાથે સંવાદ સાધતાં વીંટીએ મેજ પર નૃત્ય કરવાનું શરૂ કર્યું ! પેલો માણસ એની પાસે પણ નહોતો ગયો કે એને સ્પર્શ પણ નહોતો કરતો. એ નેધપાત્ર પ્રયોગનું રહસ્ય હું સમજી ન શક્યો. જડ ધાતુના ટુકડાને આટલી રહસ્યમય રીતે પલટાવીને મૌખિક આદેશનું પાલન કરતો પદાર્થ બનાવી દેવાનું કેવી રીતે શક્ય હોઈ શકે ?
પેલા મદદનીશે મારી વીંટી પાછી આપી ત્યારે મેં એને બારીકાઈથી તપાસી જોઈ, છતાં એના પર કોઈ પણ નિશાની જોઈ ન શકાઈ.
ફકીરે ફરી વાર પોતાની સુતરાઉ પિટલી છેડી. આ વખતે એણે એક સીધે કાટ ચડેલો સળિયો કાઢો. એ લગભગ અઢી ઈચ લાંબો અને અડધો ઈંચ પહોળો હતો. એને એ મેજ પર મૂકવા જતો હતો ત્યારે મેં વચ્ચે પડીને એના મદદનીશને તેની તપાસ કરવા દેવાની વિનતિ કરી. એમણે એને વિરોધ ન કર્યો એટલે મેં એને બરાબર તપાસી જોયો. એના પર દોરા નહોતા બાંધ્યા. એને પાછો આપીને
Page #244
--------------------------------------------------------------------------
________________
જાદુગર તથા સંતેના સમાગમમાં
૨૧
મેં મેજનું નિરીક્ષણ પણ કરી જોયું, પરંતુ કશું જ શંકાજનક ન દેખાયું.
સળિયા મેજ પર પડી રહેલ. ફકીરે પોતાના હાથની હથેલીએને ભેગી કરીને જોરથી લગભગ એકાદ મિનિટ લગી ઘસી જોઈ. પછી પોતાના શરીરને ઉપરનો ભાગ છેડેક આગળ ઝુકાવીને હાથને એણે લોઢાના સળિયાથી ડાક ઇંચ ઉપર રાખ્યા. હું એને
ધ્યાનપૂર્વક જોવા માંડ્યો. એણે આંગળીઓ સળિયા તરફ રાખીને, પિતાના હાથને ધીમેથી પાછા ખેંચવાનું શરૂ કર્યું, એ વખતે મેં નવાઈભરી નજરે જોયું કે કાટવાળે સળિયે એનું અનુકરણ કરવા લાગ્યો. ફકીરની પાછા ખસવાની ક્રિયાની સાથેસાથે એ મેજ પર પિતાની મેળે જ ચાલવા માંડ્યો !
ફકીરની આંગળીઓ અને સળિયા વચ્ચેનું અંતર આશરે પાંચ ઇંચ હતું. એના હાથ મેજની ધાર પર મુકાયા ત્યારે સળિયો પણ ત્યાં જ અટકી ગયો. ફરી મેં એની તપાસ કરવા દેવાની માગણી કરી, અને તે માટે મંજૂરી પણ મને તરત જ મળી ગઈ મેં સળિયે તરત જ ઊંચો કર્યો, પરંતુ એમાં કશું ખોટું ન જણાયું. એ એક જૂના લેઢાને ટુકડે જ હતો.
ફકીરે પોલાદના હાથાવાળી છરી પર એ પ્રયોગ ફરી વાર કરી બતાવ્યો.
એ અસામાન્ય પ્રયોગોના બદલામાં મેં એને ઉદારતાથી બક્ષિશ આપી, અને એ પ્રયોગોના સંબંધમાં થોડુંક સ્પષ્ટીકરણ કરાવવાને પ્રયત્ન કરી જે. ફકીરે એવી માહિતી પૂરી પાડી કે લેઢામાં એક જાતની ખાસ શક્તિ હોવાથી, પ્રયોગ કરવા માટેનો પદાર્થ મોટે ભાગે લેઢાને અથવા તો લોઢાના સમાવેશવાળો હોવો જોઈએ? હવે આ કળામાં પિતે એટલી બધી સિદ્ધહસ્તતા પ્રાપ્ત કરી છે કે સેનાના પદાર્થો પર પણ એવી જ રીતે પ્રયોગ કરી શકે છે.
ભા. આ. ૨. ખે. ૧૭
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૬૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એને ભેદ ઉકેલવાનો પ્રયત્ન મેં મનોમન કરી જે. મને તરત જ વિચાર આવ્યો કે પાતળા લાંબા વાળને જે એક બાજુથી વીંટવામાં આવે તે સળિયાને તે પોતાના ગાળામાં પકડી શકે અને છતાં લગભગ અદષ્ટ રહી શકે. પછી મેં મારી નૃત્ય કરતી વીંટીને યાદ કરી. ફકીર થોડાંક ડગલાં દૂર ઊભેલ અને એને બન્ને હાથમાં વાજિંત્ર હતું તે પણ યાદ કર્યું. ફકીરના મદદનીશને દોષ દેવાનું ઠીક ન લાગ્યું, કારણ કે ઢીંગલીઓના હલનચલન દરમિયાન એ તંબુની બહાર ઊભેલે. આખીય વસ્તુને વધારે ઝીણવટથી કસી જોવા, એક ઉસ્તાદ જાદુગર તથા હાથચાલાકીવાળા માણસ તરીકે મેં એનાં વખાણ કર્યા.
એનું કપાળ ઝાંખું પડી ગયું અને એણે ઉગ્રતાપૂર્વક એવા હોવાને ઇનકાર કર્યો.
ત્યારે તમે શું છે ?” મેં મારી તપાસ ચાલુ રાખી. “હું એક સાચે ફકીર છું. પોતાના મદદનીશની મદદથી એણે ગૌરવપૂર્વક ઉત્તર આપ્યોઃ “– વિદ્યાને અભ્યાસી છું.” એણે ઉર્દૂમાં કહી બતાવેલું એ વિદ્યાનું નામ મારાથી ન સમજી શકાયું.
મેં જણાવ્યું કે આવી બાબતોમાં મને રસ છે.
“હા. તમે ટેળામાં આવી પહોંચ્યા તે પહેલાં મને તેની ખબર પડેલી.” એણે સૂકા સ્વરમાં ઉત્તર આપ્યો : “મેં તમને એટલા માટે જ તંબૂમાં બોલાવ્યા હતા.'
“ બરાબર.
એમ ન માનતા કે હું લોભને લીધે પૈસા ભેગા કરું છું. મારા દિવંગત ગુરુને માટે ભવ્ય દરગાહ બાંધવા માટે અમુક રકમ જોઈએ છે. એ કામની પાછળ મેં દિલ લગાડી દીધું છે, અને એ બંધાશે નહિ ત્યાં સુધી હું નહિ જપું.”
એના જીવન વિશે જરા વધારે કહેવા મેં એને પ્રાર્થના કરી. ઘણી નાખુશીપૂર્વક એણે મારી પ્રાર્થનાને સ્વીકાર કર્યો. .
Page #246
--------------------------------------------------------------------------
________________
જાદુગર તથા સંતેના સમાગમમાં
૨૬૩
મારી ઉંમર તેર વરસની હતી ત્યારે મારા પિતાજીના બકરોના ટોળાની દેખરેખ રાખવાનું મને સોંપાયું. એક દિવસ અમારા ગામમાં એક પાતળા તપસ્વી આવ્યા. એમનું પાતળું શરીર ભય લાગે તેવું હતું. એમની ચામડીમાંથી હાડકાં જાણે કે બહાર લટકતાં. મારા પિતાજી સંતપુરુષો પ્રત્યે પૂજ્યભાવ અને આદર રાખતા હોવાથી, એમણે રાતવાસાની તથા ખોરાકની માગણી કરવાથી, એમની માગણી એમણે તરત જ પૂરી કરી. કેણ જાણે કેમ પણ એક રાત રહેવાને બદલે, એમણે પિતાનો મુકામ એક વરસ સુધી લંબાવ્યા. અમારા કુટુંબને એ એટલા બધા ગમી ગયા કે મારા પિતાજીએ એમને અવારનવાર રોકાવાને અને અમારું આતિથ્ય માણવાનો આગ્રહ કર્યો. એ એક અદ્ભુત માણસ હતા, અને અમને શરૂઆતમાં જ ખબર પડી કે એ આશ્ચર્યકારક શક્તિથી સંપન્ન છે. એક દિવસ સાંજે અમે ભાત ને શાક્રનું સાદું ભજન કરી રહ્યા હતા ત્યારે, એ મને અવારનવાર બારીકાઈથી જેવા લાગ્યા. મને તે જોઈને નવાઈ લાગી. બીજે દિવસે સવારે હું બકરાંનું ધ્યાન રાખતો હતો ત્યાં તે આવી પહોંચ્યા ને મારી બાજુમાં બેસી ગયા.
બેટા, તેમણે કહ્યું: “તને ફકીર બનવાનું ગમશે ખરું ?”
“ફકીરના જીવનને સ્પષ્ટ ખ્યાલ મને નહોતે, પરંતુ એની આઝાદી અને અભુતતા મને ખૂબ જ અસર કરતી હતી. તેથી મેં જવાબ દીધો કે મને ફકીર થવાનું ગમશે. એમણે મારાં માતાપિતાને વાત કરી અને કહ્યું કે ત્રણ વરસ પછી એ પાછા આવશે ને મને પિતાની સાથે લઈ જશે. વિચિત્ર વાત તો એ બની કે એ સમય દરમિયાન મારાં માતાપિતાનું મૃત્યુ થયું. તેથી એ પાછા આવ્યા ત્યારે એને સાથ કરવા હું સંપૂર્ણ પણે સ્વતંત્ર હતો. પછી તે અમે ગામડેગામડે પ્રવાસ કરતા દેશમાં ફરવા માંડયા. હું એમના શિષ્ય તરીકે અને એ મારા ગુરૂપે. આજે તમે જે ચમત્કારે જોયા તે ખરેખર તે એમના જ છે. કારણ કે આ ચમત્કાર કરવાની કળા મને એમણે જ શીખવી છે.”
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૬૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
આ પ્રયોગ સહેલાઈથી શીખવાનું શક્ય છે ખરું ?' મેં પૂછ્યું. ફકીરે હાસ્ય કર્યું.
વરસોના સખત અભ્યાસથી જ કાઈને આવી વસ્તુઓ પરનું પ્રભુત્વ પ્રાપ્ત થઈ શકે.”
ગમે તેમ પણ મને એની વાતમાં સચ્ચાઈને રણકે સંભળાયે. એ માણસ પ્રસન્ન તથા પ્રામાણિક લાગે. જે કે હું સ્વભાવથી જ શંકાશીલ હતા તે પણ, મારી શંકાશીલતાને મેં બાજુએ રાખી.
કેઈક અસાધારણું સ્વપ્નને જોઈને બહાર આવે તેવું તેમ, તબૂમાંથી હું અસ્વસ્થતાપૂર્વક બહાર નીકળ્યો ત્યારે, ખુશનુમા હવાએ મને તાજગી આપી. દૂરના કંપાઉન્ડમાં છાયા પાથરતાં સુંદર નાળિયેરીનાં વૃક્ષોની હારને હલાવતે એનો શબ્દ મને સંભળાયે. જેમ જેમ આગળ ચાલતો ગમે તેમ તેમ પેલા પ્રયોગો મને વધારે ને વધારે અવિશ્વસનીય લાગવા માંડ્યા. ફકીરે કઈ યુક્તિપ્રયુક્તિને આધાર લીધે હશે એવી મને શંકા થઈ શકે તેમ હતું, પરંતુ એનું ચારિત્ર્ય મને ઘણું પ્રામાણિક લાગ્યું. છતાં દેખીતા સંબંધ સિવાય જડ પદાર્થોને હલાવવાચલાવવાની એ આશ્ચર્યકારક કળાને ખુલાસે કેવી રીતે આપી શકાય ? પિતાના મનના કેવળ તરંગોને આધાર લઈને કોઈ પણ વ્યક્તિ કુદરતી કાનૂનેને કેવી રીતે કેરવી શકે તે મારી સમજમાં ન આવ્યું. કદાચ આપણે માનીએ છીએ તેટલા પ્રમાણમાં વસ્તુઓના સ્વભાવનું જ્ઞાન આપણને નથી મળ્યું.
પુરી ભારતનાં પવિત્ર શહેરેમાંનું એક છે. જૂના વખતથી ત્યાં મઠે ને મંદિરનું વર્ચસ્વ છે. ઉત્સવના ખાસ દિવસ દરમિયાન પ્રવાસીઓ શહેરમાં મોટી સંખ્યામાં ભેગા થાય છે અને બે માઈલની મુસાફરીમાં જગન્નાથના પ્રચંડ રથને ખેંચવામાં મદદ કરે છે. એ તકનો લાભ લઈને ત્યાં આવતા સંતપુરુષોને મેં સમાગમ
Page #248
--------------------------------------------------------------------------
________________
જાદુગર તથા સંતોના સમાગમમાં
૨૬૫
કર્યો, અને એના પરિણામરૂપે મારા મન પર પડેલી પહેલાંની પ્રતિકૂળ અસરો જરા હળવી બની. એ છાપામાં ફેર પડ્યો.
એક પરિવ્રાજક સંતપુરુષ ભાંગીતૂટી પરંતુ સમજાય તેવી અંગ્રેજી ભાષા બેલતા હતા. એમના વિશેષ સંપર્કમાં આવવાથી એમનું વ્યક્તિત્વ ઘણું સુંદર લાગ્યું. એ ચાળીસ વરસ જેટલી ઉંમરના લાગતા હતા. ગળામાં એમણે પાતળી કંઠી પહેરી હતી. એમણે જણાવ્યું કે પોતે પ્રવાસ કરતાં કરતાં જુદા જુદા મઠે તથા મંદિરમાં ફરી રહ્યા છે. એક જ કફની પહેરીને, ભિક્ષા પર નિર્ભર રહીને, પૂર્વ તથા દક્ષિણનાં મુખ્ય તીર્થસ્થાનું દર્શન કરવાની એમની મહત્વાકાંક્ષા હતી. મેં એમને થોડીક ભિક્ષા આપી. બદલામાં એમણે મને તામિલમાં છપાયેલી એક પુસ્તિકા બતાવી. પીળા ડાઘાવાળી જૂનીપુરાણી એ ચોપડી એકાદ સૈકા પહેલાંની લાગી. એમાં કેટલાંક વિચિત્ર ચિત્રો હતાં. એમાંનાં બે ચિત્રોને સંભાળપૂર્વક ધીમેથી કાપી કાઢીને એમણે મને અર્પણ કર્યા.
મારા આપેલા નામ પ્રમાણેના એક શિક્ષિત અથવા સાહિત્યરસિક સાધુ સાથેની મારી મુલાકાત વધારે આનંદદાયક થઈ પડી. એક વાર જમીન પર બેઠે બેઠે એક દિવસ સવારે હું ઉમર ખય્યામન ગુલાબની સુવાસવાળાં પૃષ્ઠોનું વાચન કરી રહેલ. “રુબાયત ” કવિતા મને સદાયે મુગ્ધ કરતી, પરંતુ એક યુવાન ઈરાની લેખકે મને એને ગૂઢ અર્થ કહી બતાવ્યો ત્યારથી એની મસ્તીને માણવામાં મને બેવડે આનંદ આવ્યા કરતે. કદાચ કવિતામાંથી મળતા એ આનંદને લીધે જ મારી આગળ ચાલનારી વ્યક્તિને ખ્યાલ મને ન રહ્યો. હું એમાં એટલે બધે લીન બની ગયે, કે પુસ્તકનાં છાપેલાં પૃષ્ઠ પરથી નજર હઠાવીને મેં ઉપર જોયું ત્યારે જ એ એકાએક આવી ચડેલા મુલાકાતીને મારી આગળ પલાંઠી વાળીને બેઠેલા જોયા.
એમણે સાધુની ભગવી કફની પહેરેલી, અને જમીન પર દંડ કે લાકડી અને નાનું પોટલું મૂકેલું. એમાંથી દેખાતાં કેટલીક ચેપડીએનાં પૂઠાં મારી નજરે પડ્યાં.
Page #249
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
.
*
માફ કરજો સાહેબ,' પોતાની ઓળખાણ આપતાં એમણે સરસ અ'ગ્રેજીમાં કહેવા માંડયું : હું પોતે પણુ તમારા સા સાહિત્યના વિદ્યાર્થી છું.’ એમણે પોતાનુ પોટલું છેડવા માંડયુ : · મહેરબાની કરીને ખાટું ન લગાડશો. તમારી સાથે વાત કરવાની વૃત્તિને હું રોકી નથી શકતા.’
૨૬૬
‹ ખોટું લગાડું? બિલકુલ નહિ.’ મે` એમની સામે સ્મિત
કર્યુ.
• તમે પ્રવાસી છે? ’
.
એવું ભાગ્યે જ કહી શકાય.’
"
પરંતુ તમે અમારા દેશમાં લાંખે વખત રહ્યા નથી લગતા.’ એમણે ચાલુ રાખ્યું.
મેં હકારસૂચક માથું હલાવ્યું.
પેાટલું છેાડીને એમણે લૂગડે બાંધેલી, પુરાણા પૂઠાવાળી તથા ફાટી ગયેલા અગ્રભાગવાળી ત્રણ ચાપડીએ કાઢી. તે ઉપરાંત કાગળે વીંટેલી થાડીક પત્રિકાએ તથા લખવાના કાગળ પણ બહાર કાઢચા. જુએ સાહેબ, આ લોર્ડ મેકાલેના નિબધા છે. એની શૈલી ઘણી સુંદર છે. બુદ્ધિપ્રતિભા પણ ઊંચી છે. પરંતુ કેટલા બધા જડવાદી છે એ? ’
મને થયું કે હું સાહિત્યના ઊગતા વિવેચક સાથે ભટકાઈ પડયો છું.
6
• ઓ ચાર્લ્સ ડીકન્સનું · એ ટેઇલ ઑફ ટુ સીટીઝ ’ છે. કેટલી ઊર્મિ અને આંસુ આણુનારી કરુણતાથી એ ભરપૂર છે!'
એટલું કહીને સાધુપુરુષે પેાતાના એ ભંડાર જલદીથી વીંટી દીધેા અને ફરી મને સખેાધવાની શરૂઆત કરી.
"
મારી વાતને ઉદ્ધતાઈમાં ન ખપાવા તે! તમે જે પુસ્તક વાંચે છે તેનું નામ હું પૂછી શકું ? '
Page #250
--------------------------------------------------------------------------
________________
જાદુગરો તથા તેના સમાગમમાં
२६७
* “હું ખય્યામનું પુસ્તક વાંચી રહ્યો છું.'
“ખયામ? મેં એમને વિશે નથી સાંભળ્યું. એ તમારા નવલકથાકારોમાંના એક છે?”
મને એ સવાલ સાંભળીને હસવું આવ્યું. “ના. કવિ છે.” થોડી વાર શાંતિ રહી.
તમે જબરા જિજ્ઞાસુ છે.” મેં કહ્યું: “તમે ભીખ માગવા ઇચ્છો છો ?'
હું પૈસાની ઈચ્છાથી નથી આવ્યો. એમણે ધીમેથી ઉત્તર આપે : “ હું ખરેખર જેની આશા રાખું છું, અથવા જે માગુ છું તે તે એ છે કે તમે મને કઈ પુસ્તક ભેટ આપે. મને વાચનને એટલે બધે શોખ છે તે તમે જાણો છે.”
ઠીક ત્યારે હું પુસ્તક આપીશ. હું બંગલે પાછો જાઉં ત્યારે તમે મારી સાથે આવી શકશો. તમને હું કેઈક હળવું તાજું પુસ્તક આપીશ. તે તમને અવશ્ય આનંદ આપશે
તમારે ખૂબ આભાર માનું છું.'
ડીક વાર ઊભા રહો. હું ભેટ આપું તે પહેલાં તમે મને કાંઈક વધારે જણાવો એવી આશા રાખું છું. તમારી પોટલીમાં ત્રીજુ પુસ્તક શેનું છે ?”
અરે એ તે તદ્દન રસ વગરનું પુસ્તક છે.” બનવાજોગ છે, છતાં મને એનું નામ કહી બતાવો.” એનું નામ નથી કહી બતાવવા જેવું.'
મેં આપવા ધારેલું પુસ્તક તમે હજુ પણ મેળવવા ઈચ્છે છે કે કેમ?”
એ ભાઈ છેડાક ગભરાઈ ગયા.
કાજામ
Page #251
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
'
“ હું જરૂર ઇચ્છું છું. તમે બાણ કર છે એટલે મારે કહેવું જોઈશે. એનું નામ સંપત્તિવાદ અને જડવાદ : પશ્ચિમના અભ્યાસ : એક હિંદુ આલાચકદ્વારા ’ એવું છે.’
મે' આધાત લાગ્યા હેાવાના ઢાંગ કર્યો.
C
૨૬૮
આહા ! ત્યારે શું તમે એવા સાહિત્યને જ અભ્યાસ કરે છે ? ’ ‘મને આ પુસ્તક શહેરના એક વેપારીએ આપ્યું છે.' એમણે માફી માગતા હેાય તેવી ઢખના નબળા સ્વરમાં બહાનું કાઢયું.
- મને તે જોવા દેા તા !’
એ ફાટયાતૂટચા પુસ્તકનાં પ્રકરણાનાં મથાળાં પર મે... મારી દિષ્ટ દોડાવી અને આમતેમથી એકાદ પાનું વાંચી જોયું. એ પુસ્તક કાઈ બંગાળી બાજુએ લાગણીવશ ભાષાશૈલીમાં લખેલું અને બનતાં સુધી એના લેખકના જ ખરચે કલકત્તામાં પ્રસિદ્ધ થયેલું. પોતાના નામની પાછળ લગાડેલી એ ડિગ્રીના બળ પર, હાથમાં લીધેલા વિષયના ક્રાઈ પણ પ્રકારના પૂર્વપરિચય વિના, લેખકે યુરોપ અને અમેરિકાને ભયંકર રીતે એવા નવા નરક જેવાં ચીતરી બતાવેલાં, જ્યાં પીડા અને અંધકાર વિના કશું નહતું, તથા જ્યાંની વસતિ યંત્રણા ભોગવતા મજૂરવર્ગ થી તથા નિરક ભાગમાં પડેલા ઉદ્દંડ મગજવાળા ધનવાન શાસકાથી જ ભરેલી હતી.
પુસ્તકને મેં કઈ પણ જાતની ટીકાટિપ્પણી વિના પાછું આપ્યું. સાધુએ એને ઉતાવળથી એક તરફ મૂકી દીધું અને પેાતાની પાસેથી એક પત્રિકા કાઢી.
• આમાં એક ભારતીય સંતની સક્ષિપ્ત જીવનકથા છે, પરંતુ એ બ’ગાળીમાં છાપેલી છે.' એમણે જણાવ્યું,
C
હવે એક વાતના ખુલાસા કરા; તમે પેલા પુસ્તકના લેખક સાથે સંમત થાઓ છે ?” મે પ્રશ્ન કર્યો.
"
થેાડેક અંશે, શ્રીમાન થેાડેક અંશે. એક વાર પશ્ચિમમાં પ્રવાસ કરવાની મારી મહત્ત્વાકાંક્ષા છે. તે વખતે હું મારી મેળે જ બધુ જોઈ લઈશ.’
Page #252
--------------------------------------------------------------------------
________________
જાદુગર તથા સંતના સમાગમમાં
૨૬૯
ત્યાં તમે શું કરશે ?” “લેકેનાં અંધકાર ભરેલાં મનમાં પ્રકાશ પાથરવા ત્યાં પ્રવચને કરીશ. તમારા દેશમાં મોટાં શહેરમાં મંત્રમુગ્ધ કરનારાં પ્રવચને કરનાર અમારા મહાપુરુષ સ્વામી વિવેકાનંદને પગલે ચાલવાનું હું પસંદ કરીશ. અફસની વાત છે કે એ ભરજુવાનીમાં જ જતા રહ્યા. એમની સાથે એમની સર્વોત્તમ સોનેરી વાણી પણ જતી રહી.”
તમે કઈ વિચિત્ર સાધુ લાગે છે.” મેં કહ્યું. પિતાની આંગળીને નાકે લગાડીને એમણે ડહાપણભરી ભાષામાં ઉત્તર આપ્યો:
સર્વોત્તમ સૂત્રધારે રંગમંચ તૈયાર કર્યો છે. આપણે તે એ રંગમંચ પર આવતા જતા અભિનેતાઓ છીએ. એથી વિશેષ કશું જ નહિ. તમારા વિશ્વવિખ્યાત શેકસ્પીયર પણ એવું જ કહી ગયા છે.'
હવે મને પ્રતીતિ થઈ કે ભારતના સાધુસંતો એક જાતના ભારે સંમિશ્રણ જેવા છે. શક્તિ અથવા બુદ્ધિની દષ્ટિએ ફીકા દેખાવા છતાં મોટા ભાગના સંત સારા અને ખૂબ નિર્દોષ છે. બીજા કેટલાક દુન્યવી જીવનની દૃષ્ટિએ નિષ્ફળતાના નમૂનારૂપ અથવા તો આરામપ્રિય જીવનમાં માનનારા છે. એમનામાંના એકે મારી પાસે આવીને બક્ષિશની માગણી કરી. એની મોટી જટા, રાખ ચોળેલી કાયા અને લુચ્ચાઈથી ભરેલી મુખાકૃતિને લીધે એને દેખાવ તિરસ્કારપાત્ર લાગતો હતો. પરિણામ શું આવે છે તે જોવા માટે મેં એની આજીજીની ઉપેક્ષા કરવાને નિર્ણય કર્યો, પરંતુ એથી તે એને દુરાગ્રહ વધતા ગયા. આખરે જ્યારે પોતાની ખૂબ જ માનનીય મહત્વ ધરાવતી ગંદી જેવી જપમાળા વેચવાને એણે મારી આગળ પ્રસ્તાવ મૂકો અને મારી પાસે મોટી રકમની માગણી કરી, ત્યારે મેં એને ચાલ્યા જવાની આજ્ઞા કરી.
Page #253
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
કેટલાક એવા વિરલ દેખાતા મૂખ સાધુઓ પણ જોવા મળે છે જે જાહેરમાં પેાતાની જાતને કષ્ટ આપવાના પ્રયાસ કરતા હેાય છે. એક સાધુ પેાતાના નખ દોઢેક ઈંચ લાંબા થાય ત્યાં સુધી હાથને હવામાં અહૂર રાખે છે, તા ખીજો એની હરીફાઈ કરતા હોય તેમ વરસેા સુધી એક પગ પર ઊભા રહે છે. એની નજીકમાં પડેલા ભિક્ષાપાત્રમાં દશનાર્થીઓ દ્વારા નખાયેલા ઘેાડાક પૈસા ભેગા કરવા સિવાય, એવાં અનાકર્ષીક પ્રદર્શના કરીને એ કઈ વસ્તુઓ મેળવવાની આશા રાખે છે એ નક્કી કરવું મુશ્કેલ છે.
૨૭૦
ખીજા કેટલાક ખુલ્લી રીતે અનિષ્ટકારક જાદુવિદ્યાના અધાર લે છે. એ માટે ભાગે ગામડાંઓમાં કામ કરે છે. ઘેાડીઘણી ફી લઈને એ તમારા શત્રુને હાનિ પહોંચાડે છે. અણુગમતી સ્ત્રી નિકાલ કરી દે છે, અથવા તમારા પ્રતિસ્પર્ધીને રહસ્યમય માંદગીમાં સપડાવીને તમારી મહત્ત્વાકાંક્ષાના મા મેાકળા કરી દે છે. એવાં જાદુટાણાં કરનારા લેાકેાના સંબંધમાં ભદ્દી અને આશ્ચર્યકારક વાતા સાંભળવા મળે છે. છતાં તે યાગી કે સાધુનું નામ ધારણ કરીને આનંદ કરે છે.
એ બધાથી અલગ તરી આવતા પવિત્ર સંતપુરુષના એક સુસંસ્કૃત અવશેષ જેવા વર્ગ પણ છે. એ વર્ષાં સત્યની શેાધમાં લાગ્યા હોવાથી, લાંબા વખતની સખત સાધનામાં ઝ ંપલાવે છે, પેાતાની જાતનીઉપેક્ષા કરવાના કષ્ટપ્રદ તબક્કામાંથી પસાર થાય છે, અને સુસ'ગઠિત સમાજના પરપરાગત વ્યવહારાથી દૂર રહે છે. એમની ભાવના એમને સાચી કે ખોટી રીતે પણ એવું કહેતી હાય છે કે સત્યના સાક્ષાત્કાર કરવા એટલે સનાતન સુખની પ્રાપ્તિ કરવી. ભારતવાસીમાં જોવા મળતી એકસરખી, ધાર્મિક સત્યની શેાધ માટેની સંસારત્યાગની પદ્ધતિ સાથે આપણે સંમત ન થઈએ તેા ભલે, પરંતુ એને ત્યાગ માટે પ્રેરનારી લાગણી માટે તેા શંકા ન જ કરી શકાય.
પશ્ચિમમાં પ્રત્યેક માણસને એવી શેાધના સમય નથી મળતા. એને માટે જે ઉદાસીનતા પ્રવર્તે છે તેના સ્વીકાર માટેનું બહાનું પણુ
Page #254
--------------------------------------------------------------------------
________________
જાદુગરા તથા સતાના સમાગમમાં
૨૭૧
તેની પાસે સારુ છે. કારણકે તે જાણે છે કે તે ભૂલ કરતા હશે તાપણુ, આખાય ખ’ડની સાથે ભૂલ કરી રહ્યો છે. કારણકે આજના શંકાશીલ યુગ સત્યની શેાધને ક્ષુલ્લક ગણે છે, અને આપણી સર્વોત્તમ ક્ષણામાં જે ક્ષુલ્લક લાગે છે તેવી વસ્તુઓની પાછળના પ્રખર પ્રયત્મામાં પેાતાની શકિતના વ્યય કરે છે. ગમે તેમ પણ આપણને એવું નથી લાગતું કે જીવનના સાચા અને શેાધવા જીવન વ્યતીત કરનારા ઘેાડાક માણસા, જુદાજુદા કેટલાય રસેા કે વિષયેા પાછળ શક્તિઓના વ્યય કરતા અને સત્યની શેાધ માટે ભાગ્યે જ કદી વિચારતા લેકા કરતાં, વમાનકાળના પ્રશ્નો સંબધી સાચા અભિપ્રાયા બાંધી શકતા હાય છે.
મારા કામથી જુદા એવા ખીન્ન જ કામને માટે એક વાર એક પશ્રિમવાસીએ પંજાબના સપાટ પ્રદેશની મુલાકાત લીધેલી, પરંતુ તેને મળેલા માણસેાએ તેને જુઠ્ઠા જ પાટા પર ચડાવી દીધો, અને એ પેાતાના મૂળ હેતુને ભૂલી જવાની અણી પર આવી પહોંચ્યા. સિકંદરની ઇચ્છા પેાતાના મુલક કરતાં વધારે મેાટા મુલક પર શાસન કરવાની હતી. એ સૈનિકના સ્વાંગમાં આવેલા પરંતુ એની કારકિર્દી ફિલસૂફ઼ તરીકે પુરી થશે એવું લાગવા માંડયુ.
પેાતાના રથને હિમાચ્છાદિત પર્વતા તથા ગરમ રણામાંથી ઘર તરફ લઈ જતી વખતે સિક ંદરના મગજમાં કેવા વિચારા ઊઠતા હો એનું અનુમાન કરવાના પ્રયત્ન મેં વારંવાર કરી જોયા છે. એ સમજવાનું કામ કપરું નથી કે પેાતાના સંસર્ગમાં આવેલા સંતપુરુષો અને યેાગીએથી મુગ્ધ થયેલા તથા તેમને આતુરતાપૂર્વક પ્રશ્નો પૂછવામાં અને એમના તત્ત્વજ્ઞાનની એકધારી ચર્ચા કરવામાં દિવસેા પસાર કરનારા એ ગ્રીક રાજા જો એમનો વચ્ચે થાડાંક વધારે વરસે રહી શકયો હાત તા પેાતાની નીતિના નવા ફેરફારોથી પશ્ચિમને આશ્રયચકિત કરી દેત. દેશના આદર્શીવાદ અને દેશમાં રહેલી આધ્યાત્મિકતાને જીવત રાખવાના પ્રયાસ કરનારા સંતપુરુષોના વ` આજે પણ જોવા નથી
Page #255
--------------------------------------------------------------------------
________________
ર૭૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
મળતું એમ નહિ. અનિચ્છનીય તની પ્રધાનતા હોય એ સંભવિત છે. એનું કારણ વખતની વિધ્વંસકારી, પતનશીલ પ્રવૃત્તિ છે. એના અનિવાર્ય પરિણામરૂપે અધઃપતનનાં ચિહ્નો જોવા મળે છે. પરંતુ એને લીધે વધારે પ્રમાણમાં પ્રકાશી ઊઠનારા સાચા સંતોના અવશેષ જેવા બાકીના સંતો પ્રત્યે આંખમીંચામણાં કર્યું નહિ ચાલે. સાધુઓમાં એવી આશ્ચર્યકારક વિવિધતા જોવા મળે છે કે જેમને લીધે આખાય સાધુવર્ગ પર યશ કે અપયશનું લેબલ લગાડવાનું ઠીક નથી લાગતું. લેભાગુ ખુશામતખોર સાધુપુરુષની પરીક્ષા દેશ માટે મહાન આશીર્વાદરૂપ પુરવાર થશે એવી ખાતરી આપનારા ગરમ મગજના શહેરી વિદ્યાર્થીઓનું વલણ હું સમજી શકું છું. એની સાથે માટી ઉંમરના ને શાંત શહેરમાં રહેતા નમ્ર માનવોની એ વાતને પણ સમજી શકું છું કે ભારતીય સમાજમાં જે સંતપુરુષેનું ધ્યાન નહિ રખાય કે સંતપુરુષોને સ્થાન નહિ હોય તો તેની કિંમત કશી નહિ રહે,
બીજી દૃષ્ટિએ જોતાં એ સમસ્યા ભારતને માટે મહત્વની છે. કારણ કે આર્થિક મુસીબત કેટલાંક નવાં મૂલ્યાંકને કરવાની ફરજ પાડે છે. સાધુપુરુષો દેશમાં કોઈ અગત્યનું આર્થિક કામ નથી કરતા. વેશપલટાવાળા અજ્ઞ અથવા અભણ લોકો ગામડાંઓમાં ભણ્યા કરે છે અને કેટલાંક શહેરમાં પ્રસંગોચિત ભરાતા ધાર્મિક મેળાઓમાં ભાગ લે છે. બાળકને માટે તે કુતૂહલકારક ને મોટાને માટે ઉદ્ધત, દુરાગ્રહી ભિક્ષક જેવા થઈ પડે છે. પોતાને મળે છે તેના બદલામાં તેમની પાસે આપવા જેવું કાંઈ જ ન હોવાથી તે સમાજને માટે ભારરૂપ છે. તે છતાં કેટલાક ખરેખરા ઉમદા આત્માઓ પણ છે જેમણે ઈશ્વરની શોધ માટે ઊંચા હોદ્દાઓને તથા સંપત્તિને પણ ત્યાગ કર્યો છે. જયાં જાય છે ત્યાં પોતાના સંપર્કમાં આવનારાની ઉન્નતિ કરવા તે પ્રયાસ કરે છે. ચારિત્રયની કાંઈક પણ કિંમત હોય તો, પોતાને તથા બીજાને ઉપર ઉઠાવવાના તેમના પ્રયત્ન તેમને મળતા રોટીના ટુકડા કે ભાતની થાળી જેટલા મૂલ્યવાન તે જરૂર કહી શકાય.
Page #256
--------------------------------------------------------------------------
________________
જાદુગર તથા સંતોના સમાગમમાં
રÚર
ઉપસંહારમાં એટલું કહી શકાય કે સાધુ સાધુને મિથ્યા અંચળો ઓઢનારો હોય કે સાચે સાધુ પરિવ્રાજક હોય, એની ખરેખરી યોગ્યતાને ક્યાસ કાઢવો હોય એના ઉપલક વેશ કે દેખાવની અંદર ડેકિયું કરતાં શીખવું જોઈએ.
તે જ વખતે ઘરની
વાર હતી અને લગ
કલકત્તાની સાંકડી ભરચક વસ્તીવાળી શેરીઓમાં હું ફરતે હતે, તે જ વખતે ધરતી પર રાત્રીના અંધારા ઓળા ઊતરી પડ્યા.
સવારનું દર્શન થવાને હજી વાર હતી. અમારી ગાડીએ ભયંકર ભાર સાથે હાવરા સ્ટેશનમાં પ્રવેશ કર્યો. માઈલ લાંબો ગાડીને રસ્તે. ચિત્તાઓ જેમાં સ્વૈરવિહાર કરતા એવા જોખમી જગતમાંથી પસાર થતો. રાત્રી દરમિયાન અમારુ એજિન એક ચિત્તા સાથે અથડાયું. ચિત્તો તરત જ મરી ગયો, અને એનું કપાઈ ગયેલું શરીર સ્ટેશને લાવવામાં આવ્યું. એનું ફાટી ગયેલું માંસ એની લેખંડી કાયામાંથી સહેલાઈથી બહાર આવતું નહોતું.
પરંતુ આગળ દેડતી જતી ગાડીમાં મારી શોધમાં માર્ગદર્શક થાય એવો એક ફણગો ફટી નીકળ્યો. ભારતની મોટા ભાગની મોટી લાઈનની ગાડીઓની જેમ એ ઠસેઠસ ભરી હતી. જે ડબામાં મને સૂવાની જગ્યા મેળવવાનું સદ્ભાગ્ય સાંપડયું હતું તે અનેક પ્રકારના માનવોથી ભરેલું હતું. એ એમના કામકાજની ચર્ચા એવી ખુલ્લી રીતે કરતા હતા જેથી એ કાણુ છે ને કેવા છે તે તરત જ જણાઈ આવતું હતું. એક માનનીય મુસલમાને ગળાની આજુબાજુ બંધ બટનવાળો લાંબો, કાળે, રેશમી કેટ પહેરેલ હતે. એના પાતળા માથા પર કાળી, સુંદર સેનેરી ભરતકામવાળી, ગાળા ટોપી હતી. એના પગની આજુબાજુ સફેદ પાયજામો હતો, અને લાલ ને લીલા તાણાવાણાવાળા એના સરસ બનાવટવાળા બૂટ એના પહેરવેશને કળાત્મક અંત પૂરી પાડતા. બીજો એક પશ્ચિમ ભારતને ઘઉંવર્ણો મરાઠી હતું. ત્રીજે પિતાની જાતને બીજા
Page #257
--------------------------------------------------------------------------
________________
રેવું
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
કેટલાય લેકેની પેઠે પૈસાની ધીરધારને બંધ કરો, સોનેરી ફેંટાવાળો મારવાડી હતો. એ ઉપરાંત દક્ષિણને એક મજબૂત બાંધાને બ્રાહ્મણ વકીલ પણ હતો. એ સઘળા શ્રીમંત હતા કારણું કે એમની સાથે નોકર હતા. એમના એ અંગત નોકરો એમના ત્રીજા વર્ગના ડબામાંથી મોટા ભાગનાં સ્ટેશનેથી એમની સરભરા કરવાના ઉદ્દેશથી બહાર નીકળતા. | મુસલમાને મારી તરફ દષ્ટિ ફેકી, આંખ બંધ કરી, અને ખાલી જગ્યામાં નિદ્રા માટે ઝંપલાવ્યું. મરાઠી મારવાડી સાથે વાતે વળગ્યો. બ્રાહ્મણે ડબામાં હમણું જ પ્રવેશ કર્યો હોવાથી એને હજુ ઠેકાણે પડવાનું હતું,
મને વાતે વળગવાની ઈચ્છા હતી, પરંતુ વાત કરવાલાયક કાઈ ન દેખાયું. પૂર્વ ને પશ્ચિમની વચ્ચેને અદષ્ટ અંતરાય મને બીજા બધાથી અલગ પાડતો હોય એવું લાગ્યું એટલા માટે, જ્યારે બ્રાહ્મણે “રામકૃષ્ણનું જીવન”નામના શીર્ષકવાળી ચોપડી કાઢી ત્યારે મને ઘણે જ આનંદ થયો. એ નામ ચોપડીના પૂઠા પર એવા મેટા અક્ષરે છાપ્યું હતું કે મારાથી જોયા વિના ન રહેવાયું. હું લાલચ રોકી ના શકવાથી એની સાથે વાતે વળગ્યા. કોઈએ મને એક વાર એવું નહોતું કહ્યું કે રામકૃષ્ણ ઋષિઓમાં સૌથી છેલ્લા અથવા અંતિમ આધ્યાત્મિક મહાપુરુષ હતા ? એ મુદ્દા પર મેં મારા સહપ્રવાસી સાથે વાતચીત શરૂ કરી, અને એણે મને સાથ આપ્યો. અમે તાત્વિક ચર્ચાના ઉચ્ચતમ શિખર પર પહોંચી ગયા અને ભારતીય જીવનની ઘરેલુ બાજુની વાત કરતા નીચે ઊતર્યા.
જ્યારે જ્યારે એ ઋષિના નામને નિર્દેશ કરે ત્યારે એને સ્વર પ્રેમ ને પૂજ્યભાવથી ભરાઈ જતે, તથા એની આંખ પ્રકાશી ઊઠતી. લાંબા સમયથી સમાધિસ્થ થયેલા એ મહાપુરુષ પ્રત્યેની એની ભક્તિ યથાર્થ ને શંકારહિત હતી. બે કલાકની વાત દરમિયાન મને જણાયું કે એ બ્રાહ્મણને ગુરુ મહાન રામકૃષ્ણના બે કે ત્રણ જીવંત
Page #258
--------------------------------------------------------------------------
________________
જાદુગર તથા સંતેના સમાગમમાં
રંપ
શિષ્યોમાંનું એક છે. એના એ ગુરુ આશરે એંસી વરસના છે, અને કંઈ એકાંત જંગલ પ્રદેશમાં નહિ પરંતુ કલકત્તાના હિંદુ લત્તાની વચ્ચે વાસ કરે છે.
મેં એમનું સરનામું માગ્યું. એણે એ ખુશીથી પૂરું પાડવું.
એમને મળવા માટેની તમારી પોતાની ઈચ્છા સિવાયની બીજી કોઈપણ પ્રકારની એાળખાણની જરૂર ત્યાં નહિ પડે.” વકીલે કહી બતાવ્યું.
અને એ પ્રમાણે હું હવે કલકત્તામાં રામકૃષ્ણના વયોવૃદ્ધ શિષ્ય માસ્ટર મહાશયના મકાનની તપાસ કરવા લાગે.
રસ્તાની પાસે આવેલા ખુલ્લા વાડામાંથી પસાર થઈને, એક મોટા જૂનાપુરાણું મકાનમાં લઈ જતી ઊંચી નિસરણી પાસે હું આવી પહોંચે. અંધારી નિસરણીનાં પગથિયાં પરથી આગળ વધીને છેક ઉપરના માળના નાના બારણામાંથી અંદર પ્રવેશ્યો. એ એક નાનો ખંડ હતો અને એને દરવાજો સપાટ, અગાસી જેવા છાપરા પર પડત. એની બે દીવાલે પાસે બેસવાની નીચી બેઠકે હતી. એક દીપક અને થોડાંક પુસ્તકે ને કાગળો સિવાય એ ઓરડામાં બીજું કશું જ નહોતું દેખાતું. ઓરડામાં એક યુવકે આવીને એના ગુરુ નીચેના માળથી ઉપર આવે ત્યાં સુધી રાહ જોવાની મને સૂચના કરી.
દસ મિનિટ થઈ ગઈ. નીચેના ખંડમાંથી બહાર પરસાળમાં આવીને કેઈ દાદર પર ચડતું હોય એવો અવાજ મને સંભળાય. મારા મગજમાં તરત જ ઝણઝણાટી પેદા થઈ ને મને એકાએક વિચાર આવ્યો કે એ માણસે પોતાના વિચારે મારા પર કેન્દ્રિત કર્યા છે. દાદર પર એ વ્યક્તિને પગરવ સંભળાયો. એમની ચાલ અત્યંત ધીમી હોવાથી, લાંબે વખતે એ ઓરડામાં આવ્યા, ત્યારે એમનું નામ જાહેર કરવાની જરૂર ન રહી. બાઈબલનાં પૃષ્ઠોમાંથી કોઈ માનનીય મુખ્ય પુરુષ પ્રગટ થયા હોય, અથવા પથ્થરયુગની કાઈક રંગબેરંગી આકૃતિએ શરીર ધાર્યું હોય, એવું લાગવા માંડયું. માથે
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૭૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ટાલવાળી, લાંબી સફેદ દાઢીવાળી, સફેદ મૂછ, ગંભીર મુખાકૃતિ અને મોટી મનનશીલ આંખવાળી, તથા ૮૦ વરસ જેટલા દુન્યવી જીવનને લીધે થોડાક નમી ગયેલા ખભાવાળી એ વ્યક્તિ માસ્ટર મહાશય વિના બીજી કોઈ જ ન હોઈ શકે એની મને ખાતરી થઈ.
કેચ પર બેસીને એમણે મારી તરફ મોઢું ફેરવ્યું. એમના શાંત ને ગંભીર સાન્નિધ્યમાં મને તરત જ પ્રતીતિ થઈ કે હળવી વાતો, વિનોદ કે ઠઠ્ઠામશ્કરી તથા મારા અંતરમાં અવારનવાર ઉત્પન્ન થતા ભયંકર દોષદર્શન અને ઘેરા શંકાવાદના ઉચ્ચારણને અવકાશ અહીં નથી લાગતો. ઈશ્વરની સંપૂર્ણ શ્રદ્ધા અને ચારિત્ર્યની ઉત્તમતાના સુભગ સમન્વયને પરિણામે પેદા થયેલું એમનું વ્યક્તિત્વ એમના દર્શન માત્રથી સૌ કોઈને દેખાઈ આવે તેમ હતું.
સંપૂર્ણ શુદ્ધ ઉચ્ચારણવાળા અંગ્રેજીમાં એમણે મને સંબોધન કર્યું. “તમારું સ્વાગત કરવામાં આવે છે.”
એમણે મને પાસે આવવાની અને એમના જ કેચ પર બેસવાની આજ્ઞા કરી. થોડીક મિનિટ સુધી એમણે મારો હાથ પકડી રાખે. મારે પરિચય આપવાનું અને મારા આગમનનું પ્રયોજન કહી બતાવવાનું મને ઉચિત લાગ્યું. મારું કર્તવ્ય પૂરું થયું એટલે એમણે મારે હાથ ફરી વાર માયાળુતાથી દબાવ્યો અને કહ્યું :
મહાન શક્તિએ તમને ભારતમાં આવવાની પ્રેરણું કરી છે, અને એ જ શક્તિ તમને અમારા દેશના સંતપુરુષોને સમાગમ કરાવી રહી છે. એની પાછળ ખરેખરો હેતુ સમાયેલો છે. એને તમે ભવિષ્યમાં જાણી શકશે. એની ધીરજપૂર્વક પ્રતીક્ષા કરે.”
તમારા ગુરુ રામકૃષ્ણ વિશે તમે કાંઈક કહી શકશે ?”
તમે એ વિષય છે છે જેને વિશે વાત કરવાનું મને સૌથી વધારે ગમે છે. એ અમને આશરે પચાસ વરસ પહેલાં છોડી ગયા છે, પરંતુ એમની સુખદ સ્મૃતિ મારે ત્યાગ કદી નથી કરી શકતી. મારા હૃદયમાં કાયમ માટે એ એ જ તાજી તથા સુવાસિત
Page #260
--------------------------------------------------------------------------
________________
જાદુગર તથા તેના સમાગમમાં
૨૭૭
છે. હું સત્તાવીસ વરસને હતો ત્યારે મને એમને મેળાપ થયો અને એમના જીવનનાં છેલ્લાં પાંચ વરસ હું એમના સંસર્ગમાં સતત રહ્યો. પરિણામે હું એક જુદે જ માણસ બની ગયા. જીવન પ્રત્યેનું મારું દૃષ્ટિબિંદુ જ બદલાઈ ગયું. ઈશ્વરીય રામકૃષ્ણને પ્રભાવ એવો ભારે હતા. એમની મુલાકાત લેનારા સૌ કોઈને એ આધ્યાત્મિકતાથી આંજી નાખતા. સામાન્ય રીતે કહીએ તો એ એમને મુગ્ધ કરતા અને આનંદ આપતા. એમની હાજરીમાં હાંસી કરવા આવનારા જડવાદી લેકે પણ મૂગા બની જતા.”
“પરંતુ એવા લેકેને આધ્યાત્મિકતા માટે આદરભાવ કેવી રીતે થઈ શકે ? એવા આદરભાવમાં તે તે માનતા જ ન હોય. મેં આશ્ચર્યચકિત થઈને વચ્ચે પૂછ્યું.
માસ્ટર મહાશયને મોઢાના ખૂણું એમના અર્ધ સિમતને લીધે ખેંચાયા. એમણે ઉત્તર આપ્યો:
બે માણસેએ મરચાને સ્વાદ ચાખ્યો. એકને એના નામની ખબર નથી, અને એણે પોતાના જીવનમાં એનું કદી દર્શન પણ નથી કર્યું. બીજાને એને બરાબર ખ્યાલ છે, અને એને એ તરત ઓળખી કાઢે છે. છતાં બંનેને એને સ્વાદ એકસરખો નહિ લાગે ? બંનેને એને લીધે જીભ પર બળતરાને અનુભવ નહિ થાય ? એ જ પ્રમાણે રામકૃષ્ણની આધ્યાત્મિક મહાનતાથી અજ્ઞાત હોવા છતાં જડવાદી લેકે એમની આધ્યાત્મિકતાના અને ખા પ્રભાવથી પ્રભાવિત થયા વિના કે એને સ્વાદ ચાખ્યા વિના ન રહી શકતા.”
તે પછી એ શું સાચેસાચ એક આધ્યાત્મિક મહાપુરુષ હતા ?”
હા. અને મારી માન્યતા મુજબ એથી પણ વધારે. રામકૃષ્ણ એક સાદા, અભણુ અથવા નિરક્ષર પુરુષ હતા. એ એવા અભણ હતા કે કાગળ લખવાનું તે બાજુએ રહ્યું પરંતુ પિતાના નામની
ભા. આ. ૨. છે. ૧૮
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૭૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
સહી પણ નહતા કરી શકતા. એમને દેખાવ સરળ હતો અને એમની જીવનપદ્ધતિ એથી પણ વધારે સરળ હતી, છતાં તેઓ એ વખતના ભારતના કેટલાક સુશિક્ષિત ને સુસંસ્કૃત માનવોની શ્રદ્ધાભક્તિ સંપાદન કરી શક્યા હતા. એમની અતિ વિરલ, અનુભવી શકાય એવી પ્રખર આધ્યાત્મિકતાની આગળ એમને મસ્તક નમાવવું પડતું. એમણે અમને શિખવાડયું કે આધ્યાત્મિકતાની સરખામણીમાં અભિમાન, ધન, ઐશ્વર્ય, દુન્યવી પ્રતિષ્ઠા તથા પદ ક્ષુલ્લક છે, કશી વિસાતમાં નથી, અને મનુષ્યને છેતરનારી ક્ષણભંગુર ભ્રમણ માત્ર છે. એ દિવસે અત્યંત આશ્ચર્યકારક હતા. અવારનવાર એ એવી અલૌકિક પ્રત્યક્ષ રીતે જોવા મળતી સમાધિમાં ઉતરી જતા કે એ વખતે એમની આગળ એકઠા થયેલા અમને એમ જ લાગતું કે એ માનવ નથી પણ ઈશ્વર છે. કેવળ એકાદ સ્પર્શથી પોતાના શિષ્યોની એવી અવસ્થાને અનુભવ કરવાની શક્તિ પણ એમનામાં હતી એ ખરેખર આશ્ચર્યકારક હતું. એ અવસ્થામાં પ્રત્યક્ષ અનુભવદ્વારા એ ઈશ્વરના ગૂઢ રહસ્યનું જ્ઞાન મેળવતા. પરંતુ મને એમણે કેવી રીતે પ્રભાવિત કર્યો એ કહી બતાવું.
મેં પશ્ચિમની પદ્ધતિ પ્રમાણે શિક્ષણ મેળવેલું. મારું મગજ બૌદ્ધિક અભિમાનથી ભરેલું હતું. કલકત્તાની કોલેજોમાં મેં જુદે જુદે વખતે અંગ્રેજી સાહિત્ય, ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે કામ કરેલું. કલકત્તાથી થોડાક માઈલ પર નદીકાંઠે આવેલા દક્ષિણેશ્વરના મંદિરમાં રામકૃષ્ણ નિવાસ કરતા હતા. વસંતઋતુના એક અવિસ્મરણીય દિવસે ત્યાં મને એમની મૂલાકાતને અને એમના સ્વાનુભવને પરિણામે પેદા થયેલા આધ્યાત્મિક વિચારો સીધીસાદી ભાષામાં સાંભળવાનો લાભ મળ્યો. એમની સાથે દલીલમાં ઊતરવાને નિર્બળ જેવો પ્રયાસ મેં કરી જોયો, પરંતુ એમની પવિત્ર હાજરીમાં મારું મોઢું તરત જ બંધ થઈ ગયું. એની અસર મારા પર એટલી બધી ઊંડી પડી કે એને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. મેં એમની અવારનવાર મુલાકાત લેવા માંડી. દીન જેવા દેખાતા નમ્ર ને દિવ્યા
Page #262
--------------------------------------------------------------------------
________________
જાદુગરા તથા સતાના સમાગમમાં
એક પુરુષથી દૂર રહેવાનું મારે માટે અશકય થઈ પડયુ.. છેવટે રામકૃષ્ણે એક દિવસ હસતાં હસતાં કહેવા માંડયું :
૨૩૯
• એક મારને બરાબર ચાર વાગ્યે અફીણની ગાળ આપવામાં આવી. ખીજે દિવસે એ ક્રીથી બરાબર એ જ વખતે આવી પહેાંચ્યા. એ અફીણના ઘેનમાં હતા ને બીજી ગાળી લેવા આવી પહોંચ્યા હતા.
• એક રીતે જોતાં એ સાચુ' હતું. રામકૃષ્ણની સંનિધિમાં મને જે સુખદ અનુભવેા થતા તે પહેલાં કદી પણ નહાતા થયા. એટલે એમની પાસે હું વારંવાર જવા માંડવો એમાં કાઈ આશ્ચર્ય છે ખરું ? એવી રીતે કેવળ પ્રસંગેાપાત્ત આવતા મુલાકાતીઓ કરતાં અલગ તરી આવીને હું એમના ખાસ શિષ્યામાંના એક થયા. મારા ગુરુએ મને એક વાર કહ્યું ;
તારી આંખનાં, તારા કપાળનાં અને તારા ચહેરાનાં લક્ષણા પરથી હું જોઈ શકું છું કે તું યાગી છે. એટલા માટે કામ કરતાં કરતાં મનને ઈશ્વરમાં જોડેલું રાખ. માતાપિતા, સ્ત્રી ને સંતાન સાથે તારાં પેાતાનાં હેાય તેમ રહીને એમની સેવા કર. કાચમા સરોવરના પાણીમાં તરે છે પણ એનું મન કિનારા પરનાં એનાં ઈંડાંમાં લાગ્યું હાય છે, એવી રીતે દુન્યવી કામ કરતાં કરતાં મનને ઈશ્વરમાં રાખ.’
• એટલા માટે, અમારા ગુરુના દેહવિલય પછી, મેટા ભાગના બીજા શિષ્યાએ સ્વેચ્છાપૂર્વક સંસારત્યાગ કરીને ભગવાં વસ્ત્રો ધારણ કર્યાં અને ભારતવ માંથી રામકૃષ્ણને સંદેશ વહેતા કરવા પેાતાની જાતને તૈયાર કરી ત્યારે પણુ, મેં મારું કામ ન છેડયું ને શિક્ષણક્ષેત્રે મારી સેવા ચાલુ રાખી. છતાં સંસારમાં રહ્યા છતાં એનાથી અલિપ્ત રહેવાના મારા નિર્ણય એવા ભારે હતા કે કેટલીક વાર મધ્યરાત્રી દરમિયાન સેનેટ હાઉસની ખુલ્લી પરસાળમાં જઈને ત્યાં રાત્રી વ્યતીત કરવા માટે એકઠા થયેલા શહેરના ઘર વગરના ભિખા
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૮૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
રીઓની સાથે હું સૂઈ જતો. એને લીધે કામચલાઉ વખત માટે પણ મને અનુભવવા મળતું કે હું એક સંપત્તિ વગરને મનુષ્ય છું.
“રામકૃણ તે વિદાય થયા છે, પરંતુ ભારતમાં પ્રવાસ કરશો. તેમતેમ એમના શરૂઆતના શિષ્યોની પ્રેરણાદ્વારા કરાતી સામાજિક કેળવણ, ઔષધિ તથા જીવદયાને લગતી પ્રવૃત્તિઓમાંથી કેટલીક દર્શન તમે કરી શકશે. એ શિષ્યોમાંના મોટા ભાગના શિષ્ય પણ હવે વિદાય થઈ ગયા છે. એ અભુત મહાપુરુષની અસરથી જેમનાં હદય અને જીવનનાં પરિવર્તન થયાં હોય એવા લોકોની સંખ્યાને ખ્યાલ તમને એટલે જલદી નહિ આવી શકે. કારણકે એમને સંદેશ એક શિષ્યદ્વારા બીજા શિષ્યને પરંપરાગત આપવામાં આવ્યો છે. એ શિષ્યોએ એને જેટલી વ્યાપક રીતે ફેલાવી શકાય એટલી વ્યાપક રીતે ફેલાવ્યો છે. એમનાં અનેક ઉપદેશવચને બંગાળીમાં લિપિબદ્ધ કરવાનું મને સદ્ભાગ્ય મળ્યું છે. એ છપાયેલા પુસ્તકને બંગાળના લગભગ પ્રત્યેક ઘરમાં સ્થાન મળ્યું છે, અને એના અનુવાદે ભારતના બીજા ભાગમાં પહોંચી ગયા છે. એના પરથી તમને સમજાશે કે રામકણની અસર એમના નજીકના શિષ્યોના નાનકડા મંડળને વટાવીને કેટલી બધી દૂર પહોંચી ગઈ છે!”
માસ્ટર મહાશય પિતાનું લાંબું વક્તવ્ય પૂરું કરીને શાંતિમાં ડૂબી ગયા. એમના મુખ તરફ મેં ફરીથી જોયું તો એ મુખ પરના બિનહિંદુ રૂપરંગથી મને નવાઈ લાગી. મારું મન એશિયા માઈનોરના નાનકડા રાજયમાં જઈ પહોંચ્યું, જ્યાં ઈઝરાયલનાં સંતાને એમની મુસીબતોમાંથી કામચલાઉ છુટકારો મેળવતાં. એમની વચ્ચે રહીને એમને ઉપદેશ આપતા આદરણીય પયગંબરરૂપે માસ્તર મહાશયનું રેખાચિત્ર મારી સામે ઊભું રહ્યું. એ કેટલા બધા ઉદાત્ત અને મોભાદાર દેખાય છે! એમની ભલાઈ, પ્રામાણિકતા, શીલવૃત્તિ, પવિત્રતા અને નિખાલસતા પારદર્શક છે. પોતાના આત્માના અવાજને અનુસરીને લાંબા કાળ સુધી જીવનારા માણસમાં જે આત્મગૌરવ હેય તે એમનામાં જોવા મળે છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
જાદુગર તથા સતના સમાગમમાં
૨૮૧
, “મને વિચાર થાય છે કે કેવળ વિશ્વાસના આધાર પર ન જીવી શકનારા પરંતુ બુદ્ધિ અને તર્કને તપ્ત કરવાની ઇચ્છાવાળા માણસને રામકૃષ્ણ શું કહ્યું હેત ? ”
એમણે એને પ્રાર્થના કરવા કહ્યું હતું. પ્રાર્થનાની શક્તિ ઘણું પ્રબળ છે. રામકૃષ્ણ પોતે પણ ધાર્મિક સંસ્કારવાળા આત્મા
ને મેકલી આપવા માટે ઈશ્વરને પ્રાર્થના કરેલી, અને પછી તરત જ પાછળથી એમના ભક્તો કે શિખ્યો થનાર આત્માઓ આવવા માંડ્યા.”
પરંતુ કેઈએ પ્રાર્થના કરી જ ન હોય તો ?”
પ્રાર્થનાને ઉપાય છેલો છે. માણસને માટે છેવટને રસ્તે એ જ રહે છે. બુદ્ધિ જ્યાં નિષ્ફળ જાય છે કે નાસીપાસ થાય છે ત્યાં પ્રાર્થના મદદ કરે છે.' - “છતાં કોઈ તમારી પાસે આવીને કહે કે એની પ્રકૃતિને પ્રાર્થના નથી ફાવતી, તે તમે તેને શી સલાહ આપશે ?' મેં નમ્રતાપૂર્વક કહેવાનું ચાલુ રાખ્યું.
તે પછી તે આત્મિક અનુભવની પ્રાપ્તિ કરી ચૂકેલા સાચા સંતને વારંવાર સમાગમ કરે. એમને સતત સમાગમ એની સુષુપ્ત આત્મિક શક્તિને જગાડવામાં મદદરૂપ થશે. ઉચ્ચ કોટિના પુરુષો આપણું મનને અને આપણી ઈરછાઓને દૈવી હેતુ તરફ વાળી દે છે. તે ઉપરાંત, આત્મિક જીવનની ઉત્કટ ઈચ્છાને ઉત્તેજે છે પણ ખરા. એટલા માટે એવા પુરૂષોને સંગ પહેલા પગથિયા તરીકે, અને રામકૃષ્ણ પોતે કહેતા તેમ ઘણી વાર છેલા પગથિયા તરીકે પણ, ઘણે અગત્યનું છે.'
એવી રીતે અમે ઉત્તમ ને પવિત્ર વિષયોની ને શિવસ્વરૂપ ઈશ્વર વિના માણસને બીજી રીતે શાંતિ ન મળી શકે તેની વાતો કરી. એ આખીયે સાંજ દરમિયાન જુદા જુદા મુલાકાતીઓ આવ્યા કર્યા, આખરે આખેય નાને ઓરડો માસ્ટર મહાશયના ભક્તોથી
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૮૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
ભરાઈ ગયું. રાતે પણ એ આવવા માંડ્યા ને એમના ગુરુને પ્રત્યેક શબ્દ સાંભળવા માટે ચાર માળના એ મકાનને દાદરો ચડતા રહ્યા.
થોડા વખત સુધી તે મેં પણ એમની સાથે જોડાવા માંડયું. માસ્ટર મહાશયનાં પવિત્ર વચને સાંભળવાની ઈચછા કરતાં વધારે તે એમની હાજરીમાં ફેલાતા આત્મિક ઓજસમાં સ્નાન કરવાની ઈચ્છાથી પ્રેરાઈને હું પણ ત્યાં પ્રત્યેક રાતે જવા લાગ્યું. એમની આજુબાજુનું વાતાવરણ શાંત અને સુંદર તથા સરળ અને સ્નેહમય હતું. એમ લાગતું હતું કે એમને કાઈક અંદરની ધન્યતા મળી ચૂકી છે અને એને પ્રકાશ સ્પષ્ટ છે. એમના શબ્દોને હું કેટલીય વાર ભૂલી જતું, પરંતુ એમનું કૃપાપૂર્ણ વ્યકિતત્વ મારાથી ભૂલી ન શકાતું. એમને જે વસ્તુ વારંવાર રામકૃષ્ણ પાસે ખેંચી જતી તે મને એમની પાસે ખેંચી જવા માંડી, અને મને સમજાવા લાગ્યું કે શિષ્ય જ્યારે મારા પર આટલું આકર્ષણ જમાવે છે ત્યારે ગુરુને પ્રભાવ કેટલો બધો પ્રબળ હશે!
છેલી સાંજે કેચ પર એમની બાજુમાં સુખપૂર્વક બેઠે ત્યારે વખત ક્યાં વીતી ગયો તેની ખબર ન પડી. કલાક પર કલાક પસાર થતો રહ્યો. અમારી વાતચીત દરમિયાન મૂગા રહેવાને શાંત સમય ન મળ્યો, છતાં એ લાંબે વખતે આવી પહોંચ્યો. એ પછી એ સદ્દગુરુ મારે હાથ પકડીને મને એમના મકાનના અગાસી જેવા છાપરા પર લઈ ગયા. ત્યાં સુંદર ચાંદનીમાં કૂડાં તથા ઘડાઓમાં ઊગેલા મોટા છોડવાઓની ગોળાકાર ગોઠવણી મારી નજરે પડી. નીચે દષ્ટિપાત કરતાં કલકત્તાનાં મકાનોની હજારે બત્તીઓને પ્રકાશ દેખાવા લાગે. | ચંદ્ર પૂરેપૂરે ખીલી ઊઠડ્યો હતો. માસ્ટર મહાશયને એની તરફ સંકેત કર્યો અને થોડા વખત સુધી શાંત પ્રાર્થનામાં મન પરોવ્યું. એમની પ્રાર્થનાની પૂર્ણાહુતિ સુધી હું એમની બાજુએ ધીરજપૂર્વક ઊભે રહ્યો. એમણે મારી તરફ ફરીને એમને આશીર્વાદ આપતો હાથ ઊંચે કર્યો અને ધીમેથી મારા મસ્તક પર મૂક્યો.
Page #266
--------------------------------------------------------------------------
________________
જાદુગર તથા તેના સમાગમમાં
૨૮૩
જો કે હું ધાર્મિક નહોતો પણ એ દેવદૂત જેવા પુરુષને નમ્રતાપૂર્વક નમી પડ્યો. સતત શાંતિની કેટલીક વધારે પળો પસાર થયા પછી એ મૃદુ સ્વરે બોલ્યા : | મારું જીવનકાર્ય હવે લગભગ પૂરું થયું છે. ઈશ્વરે આ શરીરને જે કામ કરવા અહીં મેકલેલું તે કામ તેણે મેટે ભાગે પૂરું કર્યું છે. હું વિદાય થાઉં તે પહેલાં મારા આશીર્વાદને સ્વીકાર કરે.”
(મારે કહેવું જોઈએ કે એ પછી થોડાક વખતમાં જ મને એમના મૃત્યુની માહિતી મળી.)
એમણે મારા અંતરને વિચિત્ર રીતે હલાવી નાખ્યું. ઊંઘવાનો વિચાર છોડી દઈને મેં કેટલીય શેરીઓમાં ફરવા માંડયું. છેવટે જ્યારે હું એક મોટી મસિજદ પાસે પહોંચ્યા અને મધ્યરાત્રીની નીરવતામાં નીકળતો “ઈશ્વર સૌથી શ્રેષ્ઠ છે ને ગંભીર ધ્વનિ મારે કાને પડ્યો, ત્યારે મને વિચાર થયો છે જેને હું વળગી રહ્યો છું તે બૌદ્ધિક સંશયવાદમાંથી મુક્ત કરીને જે કંઈ મને સરળ શ્રદ્ધાવાળા જીવન પર લગાડી શકે તેમ હોય તેમ તે માસ્ટર મહાશય જ છે એમાં શંકા નથી.
તમે એમનાથી વંચિત રહ્યા. તમારે માટે એમને મળવાનું કદાચ નહિ નિર્માયું છે. કેને ખબર છે ?”
એ શબ્દો કહેનારા કલકત્તાની એક હોસ્પિટલના હાઉસ સરજન ડૉકટર બંદોપાધ્યાયના હતા. શહેરના સૌથી હોશિયાર તબીબેમાંના એ એક ગણાતા. એમણે છ હજાર એપરેશન કરેલાં. એમના નામની પાછળ કેટલીય ડિગ્રીઓ હતી. મને મળેલા હઠયોગના થોડાક જ્ઞાનની એમની સાથે મળીને સંભાળપૂર્વક ઝીણવટભરી ચકાસણી કરવામાં મને ઘણે આનંદ મળેલ. ગના વિષયને બુદ્ધિની ભૂમિકા પરથી સમજવાના મારા પ્રયત્નમાં એમની દવાની વૈજ્ઞાનિક તાલીમે તેમ જ શરીરશાસ્ત્રને એમના પરિપકવ શાને મને ઘણી મદદ કરેલી.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૮૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
હું યોગ વિશે લગભગ કશું જ નથી જાણતો. એમણે કબૂલ કહ્યું : “તમે કહે છે તે મારે માટે તદ્દન નવું છે. થોડા વખત પહેલાં કલકત્તા આવેલા નરસિંહ સ્વામી સિવાય બીજા કેઈ સાચા યોગીને પણ હું નથી જાણતો.”
એ પછી મેં એ યોગીના નિવાસ વિશે પૂછપરછ કરી ત્યારે આ નિરાશાજનક જવાબ મળ્યો :
“નરસિંહ સ્વામી કલકત્તામાં ઝળક્યા, એમણે હલચલ મચાવી, અને કોણ જાણે કયાં જતા રહ્યા. મને લાગે છે કે અહીં આવતાં પહેલાં એ એકાએક એમના કેઈ એકાંત આશ્રયસ્થાનમાંથી બહાર નીકળ્યા હશે. એટલે પછી પણ ત્યાં જ ગયા હશે.”
જે કાંઈ બન્યું તે જાણવાનું મને મન થાય છે.”
ડા વખત માટે એ શહેરની વાતનો વિષય બની ગયા. માધુપુરમાં એકાદ બે મહિના પહેલાં કલકત્તા યુનિવર્સિટીની પ્રેસિડન્સી કોલેજના કેમિસ્ટ્રીના પ્રોફેસર . નિયોગીને એમને પરિચય થયેલ. ડૉ. નિગીએ એમને ઝેરી ઍસિડનાં ચેડાંક ટપકાં ચાટતા અને ધગધગતા અંગારાને મોઢામાં ઠાંસીને ભરતા તથા તે બુઝાઈ જાય ત્યાં સુધી એમાં રાખતા જોયા. એ જોઈને ઠેકટરને રસ વધ્યો. એમણે યોગીને કલકત્તા આવવા સમજાવ્યા. યુનિવર્સિટીએ માત્ર વૈજ્ઞાનિક અને ડોકટરની સભા આગળ નરસિંહ સ્વામીની શક્તિઓનું જાહેર દિગ્દર્શન ગોઠવ્યું. મને પણ તેમાં હાજર રહેવાનું આમંત્રણ અપાયેલું. પ્રેસિડન્સી કોલેજના ફિઝિકસ થિયેટરમાં એ સમારંભ ગોઠવાયેલ. અમારામાંના કેટલાય ટીકાત્મક વલણ ધરાવતા. તમને ખબર છે તે મુજબ, મારું ધ્યાન ધંધાકીય અભ્યાસ પર કેન્દ્રિત થયેલું હોવાથી, ધર્મ, યોગ અને એવી બીજી વાતોને વિચાર મેં ઘણો ઓછો કર્યો છે.
ગી થિયેટરની વચ્ચે ઊભા રહ્યા. એમને કેલેજની પ્રગશાળાના જથ્થામાંથી કાઢેલાં ઝેર આપવામાં આવ્યાં. પહેલાં અમે એમને સલ્ફરક એસિડની બાટલી આપી. એમણે એનાં થોડાંક ટીપાં
Page #268
--------------------------------------------------------------------------
________________
જાદુગરો તથા સંતના સમાગમમાં
૨૮૫
પિતાની હથેળીમાં પાડ્યાં અને એમને જીભથી ચાટી લીધાં. પછી એમને સખત કાર્બોલિક ઍસિડ આપવામાં આવ્યું. એને પણ એ ચાટી ગયા. અમે એમને પેલું પોટાશિયમ સાયનાઈડ નામનું તીવ્ર ઝેર આપી જોયું. પરંતુ એને પણ એ સહેજ પણ સંકોચ વિના ગળી ગયા. એ આખોય પ્રયોગ આશ્ચર્યકારક અને ન માની શકાય તેવો હતો, છતાં અમારી આંખના પ્રત્યક્ષ પુરાવાને માન્યા સિવાય છૂટકો નહોતો. બીજે માણસ જેથી વધારેમાં વધારે ફક્ત ત્રણ જ મિનિટમાં મરી જાય એટલે પટાશિયમ સાયનાઈડ લેવા છતાં એમને દેખીતી રીતે જ કોઈ જાતની ઈજા નહોતી પહોંચી. ઊલટું, એ સ્મિતપૂર્વક ઊભા હતા.
એ પછી એક જાડી કાચની બાટલી તેડવામાં આવી અને એના ટુકડાને પાવડર સાથે લસોટી નાખવામાં આવ્યા. નરસિહ સ્વામી ધીમેથી મારી નાખનાર એ પાવડર ગળી ગયા. એ વિચિત્ર ખોરાક લીધા પછી ત્રણ કલાકે કલકત્તાના અમારા એક ડોકટરે યોગીના પેટમાં પંપ લગાડીને એમના પેટના સત્ત્વને બહાર કાઢયું. પેટમાં ઝેરની હયાતી સાફ જણાઈ આવી. બીજે દિવસે એમના મળમાં પાવડરવાળે કાચ દેખાયો.
અમારી કસોટી તદ્દન પ્રામાણિક અને શંકા વગરની હતી. સલ્ફરીક એસિડની શક્તિને ખ્યાલ એક તાંબાના સિક્કા પર એની મારક અસરને પ્રયોગ કરી બતાવીને આપવામાં આવ્યું. યોગીના પ્રયોગ વખતે હાજર રહેનારાઓમાં એક નેબલ પ્રાઈઝના વિજેતા વિખ્યાત વૈજ્ઞાનિક સર સી. વી. રામન પણ હતા. એમણે એ આખાય પ્રયોગને આજના વિજ્ઞાનને માટે પડકારરૂપ કહી બતાવ્યો. પિતાના શરીર સાથે પોતે આવી ટછાટ કેવી રીતે લઈ શકે છે એવા અમારા પ્રશ્નના ઉત્તરમાં નરસિંહ સ્વામીએ જણાવ્યું કે ઘેર જઈને તરત જ પોતે સમાધિમાં બેસી જાય છે અને મનની ઊડી એકાગ્રતાકાર ઝેરોની મારક અસરને મુકાબલે કરે છે.
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૮૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ઓષધિશાસ્ત્રના આધાર પર તમે આ વિશે કોઈ ખુલાસો કરી શકે છે ?” ડેકટરે માથું ધુણાવ્યું.
ના. એને ખુલાસો હું નથી આપી શકતો. આ બધું જોઈને હું પૂરેપૂરો મૂંઝવણમાં મુકાઈ ગયો છું.”
ઘેર આવીને મારી પેટી ખોલી મેં નોટબુક શોધવા માંડી. એમાં મેં પેલા અડિયાર નદીનાગી બ્રહ્મ સાથેની વાતચીતની નોંધ કરેલી. એનાં પૃષ્ઠો ફેરવતાં છેવટે મારી નજરે નોંધ પડી ઃ
“એ ઉત્તમ અભ્યાસનો આધાર લેનારને ગમે તેવાં ભયંકર ઝેર પણ કશી હાનિ નથી કરી શકતાં. એ અભ્યાસ અમુક ચોક્કસ પ્રકારનાં આસન, પ્રાણાયામ, ઈચ્છાશક્તિ તેમ જ મનની એકાગ્રતાની ક્રિયાએને સંયુક્ત અભ્યાસ હોય છે. અમારી પરંપરા પ્રમાણે, એની મદદથી સિદ્ધ પુરુષ પોતાની ઈચ્છા પ્રમાણેના પદાર્થ કે ઝેર પણ કઈ જાતની તકલીફ વિના સ્વાહા કરી જવાની શક્તિ મેળવે છે. પ્રયોગ અત્યંત અઘરો છે અને એની શક્યતાને સાચવી રાખવા નિયમિત રીતે કરા જોઈએ. એક વયોવૃદ્ધ પુરુષે એક વાર મને બનારસમાં રહેતા અને કોઈ પણ પ્રકારના નુકસાન વગર જથ્થાબંધ ઝેર પી શકતા યોગીની માહિતી આપેલી. એ યોગીનું નામ તૈલંગ સ્વામી હતું. એ દિવસેમાં શહેરમાં એ સુપ્રસિદ્ધ હતા. પરંતુ ઘણાં વરસો પહેલાં એમનું મૃત્યુ થયું છે. તૈલંગ સ્વામી શરીરસંયમ અથવા હઠયોગમાં અત્યંત આગળ વધેલા મહાન સિદ્ધપુરુષ હતા. વરસો સુધી એ ગંગાના તટ પર લગભગ નગ્નાવસ્થામાં રહ્યા, પરંતુ એમણે મૌનવ્રત ધારણ કર્યું હોવાથી કઈ એમની સાથે ભાગ્યે જ વાત કરી શકતું.”
થોડા વખત પછી નરસિંહ વામી કલકત્તામાં પાછા આવેલા ત્યાંથી એ રંગુન તથા બર્મા ગયા. ત્યાં પણ એમણે એવા જ પ્રયોગ કરી બતાવ્યા. પરંતુ મુલાકાતીઓની ઓચિંતી ભીડ થવાથી, ઘેર પહોંચ્યા પછી દર વખતની જેમ સમાધિમાં બેસવાનું ચૂકી ગયા. એને પરિણામે એમનું કરૂણ મૃત્યુ થયું.)
Page #270
--------------------------------------------------------------------------
________________
જાદુગર તથા સંતના સમાગમમાં
૨૮૭
એ વિષયની માહિતી મને બ્રહ્મ મારફત જ્યારે પહેલી વાર મળી ત્યારે ઝેરની સાથે છૂટછાટ લેવાની વાત મને અશક્ય અને ન માનવા જેવી લાગેલી. પરંતુ શું શક્ય છે ને શું નથી એ સંબંધી વિચારોની મેં પહેલાં બાંધેલી મર્યાદાઓ હવે જરાક હાલવા લાગી. યોગીઓનાં ન માનવા જેવાં અને મોટે ભાગે સમજી ન શકાય તેવાં ગહન કામ, જોઈને હું કેટલીક વાર વિસ્મયમાં પડી ગયો છું. છતાં કોને ખબર છે, કદાચ એ એવાં ગૂઢ રહસ્યોનું જ્ઞાન ધરાવે છે જેમની શોધ કરવા આપણે પશ્ચિમવાસીઓ હજારો પ્રયોગશાળાઓના પ્રયોગો દ્વારા નિરર્થક રીતે પ્રયત્નો કરીએ છીએ ?
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૧
બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષ
ખગાલમાંના પરિભ્રમણ દરમિયાન મને મળેલા અનુભવાને લિપિબદ્ધ કર્યા વિના જ હું આગળ વધીશ, અને પેાતાના પર્વતીય મઠમાં આવવાનું આમંત્રણ આપનાર ત્રણ તિબ્બતી લામાએ સાથેની મારી અણુધારી મુલાકાતાની વિગતામાં પણ નહિ ઊતરુ', કેમ કે બનારસના પવિત્ર શહેરમાં પ્રવેશવાની મને ઉત્સુકતા છે.
શહેરની પાસેના મેાટા લેાખડી પુલ પર ગાડી ગર્જના કરતી આગળ વધવા માંડી. એને અવાજ જૂનીપુરાણી, એક જ સ્વરૂપમાં રહેનારી પ્રાચીન સમાજવ્યવસ્થા પર આધુનિકતાના એક વધારે આક્રમણના સંદેશ આપતા હતા. પરદેશી અને નાસ્તિક લેાકેા ગ`ગાના આસમાની રંગનાં વાદળી જેવાં પાણીમાં સુસવાટા કરતી સ્ટીમ બોટા ચલાવવા માંડયા. એટલે પવિત્ર ગગા વધારે વખત સુધી ભાગ્યે જ પવિત્ર રહી શકે તેમ હતી.
ત્યારે હવે બનારસ આવી ગયુ...!
પરસ્પર હડસેલા મારીને ભીડમાંથી આગળ વધતા યાત્રીઓના મેાટા ટાળામાંથી પસાર થઈને હું સ્ટેશનની બહાર ઊભેલી એક ઘોડાગાડીમાં બેસી ગયેા. ધુળિયા રસ્તા પરથી પસાર થતી વખતે વાતાવરણમાંના એક નવા તત્ત્વની મને ખબર પડી. મે એની ઉપેક્ષા કરવાની કેાશિશ કરી જોઈ, પરંતુ એના વધતા જતા દબાણને લીધે મારું ધ્યાન એની તરફ ગયા વિના ન રહી શકયું.
Page #272
--------------------------------------------------------------------------
________________
બનારસને આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષે
૨૮૯
, આ ભારતનું સૌથી પવિત્ર શહેર છે, પરંતુ એ અત્યંત ગંધથી ભરેલું છે. બનારસ ભારતનું સૌથી પ્રાચીન વસતીવાળું શહેર ગણાય છે. એની સુવાસ એની પ્રસિદ્ધિને સાચી કહી બતાવે છે. એની દુર્ગધ. યુક્ત હવાને બચાવ કરી શકાય તેમ નથી. હું હિંમત હારવા માંડ્યો. ગાડીવાનને હું એવો આદેશ આપું કે મને સ્ટેશને પાછું લઈ જાય ? આવી ભારેખમ કિંમત ચૂકવીને પવિત્રતાની પ્રાપ્તિ કરવા તદ્દન નાસ્તિક થવું શું નથી સારું ? અને એ પછી મને વિચાર આવ્યો કે આ નીરસ ભૂમિમાં વખતના વીતવાની સાથે માણસ બીજી કેટલીય અપરિચિત વસ્તુઓની સાથે અનુકૂળ થઈ જાય છે તેમ, આ હવાની સાથે પણ અનુકૂળ થઈ જતો હશે. પરંતુ બનારસ ! તું ભારતીય સભ્યતાનું સર્વોત્તમ સ્થળ હોય તોપણ, નાસ્તિક ગણાતા ગેરાઓ પાસેથી કાંઈક શીખીને તારી પવિત્રતામાં થોડીક સ્વચ્છતા પણ ભળવા દે !
મને જાણવા મળ્યું કે દુર્ગધીનું એક કારણ તો એ છે કે રસ્તાઓ માટી તથા છાણના મિશ્રણથી લીંપેલા છે. અને બીજું કારણ એ છે કે શહેરને ફરતી જૂની ખાઈને ઉપયોગ કેટલીય પેઢીઓથી વધારાની ગંદકીને ઢગલે કરવા માટે કરવામાં આવ્યો છે.
ભારતીય ઇતિહાસના આધાર પર બનારસ ઈ. સનાં બારસે વરસો પહેલાં એક જાણીતું શહેર હતું. મધ્યયુગમાં ધર્મપ્રેમી અંગ્રેજો જેવી રીતે કેન્ટરબરીના પવિત્ર શહેરની યાત્રા કરતા તેવી રીતે બનારસના પવિત્ર તીર્થસ્થાનમાં ભારતવાસીઓ દેશના પ્રત્યેક પ્રદેશમાંથી એકઠા થાય છે. હિંદુઓ ગરીબ કે અમીર ગમે તેવા હોય તો પણ એના આશીર્વાદ લેવા આવે છે. અને એ રોગી તથા દુઃખી અહીં આવીને પિતાના અંતિમ દિવસો પૂરા કરે છે, કારણકે એ સ્થળમાં મૃત્યુ થવાથી મુક્તિ મળે છે.
બીજે દિવસે મેં જૂના કાશીમાં પગપાળા ફરવા માંડયું. હિંદુઓ એ શહેરને કાશી કહેવાનું વધારે પસંદ કરે છે.) ને ત્યાંની વાંકીચૂંકી
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૯૦
ભારતના આધ્યાત્મિ રહસ્યની ખેજમાં
ભુલભુલામણીવાળી શેરીઓ જોઈ. મારા ભ્રમણની પાછળ એક હેતુ હતો. મારા ખિસ્સામાં જે કાગળ હતો તેમાં ચમત્કારો કરનારા એક યેગીના ઘરનું ઠેકાણું લખેલું હતું. એમના શિષ્યને મને મુંબઈમાં મેળાપ થયેલે.
ઘોડાગાડી ન નીકળી શકે એવી સાંકડી શેરીઓમાં થઈને હું આગળ વધ્યો. જુદી જુદી જાતિનાં લેકેથી ભરચક ભરેલા, અસંખ્ય માખીઓ તથા કૂતરાંઓને લીધે ધાંધલવાળા લાગતા, ગીચ બજારોમાંથી મેં માગ કર્યો. ધોળા વાળ તથા બેસી ગયેલી છાતીવાળી વૃદ્ધાઓ; ઊજળાં ઘઉંવર્ણા ગાત્રો તથા સુંવાળાં શરીરોવાળી યુવતીઓ; માળા ફેરવતા અને કદાચ પચાસ હજાર વાર જપી ચુકાયેલા મંત્રને જપ કરતા યાત્રીઓ; ભસ્મ ચોળેલા ફીકા દેખાતા મેટી ઉંમરના સાધુઓ; તથા એવાં બીજાં સ્ત્રીપુરુષ સાંકડા રસ્તાઓ પર જમા થયેલાં હતાં. ધમાલ, અવાજ અને વિચિત્રતાથી ભરેલી શેરીઓમાંથી આગળ વધતાં હું આકસ્મિક રીતે સુવર્ણ મંદિર પાસે આવી પહોંચ્યા. ભારતભરની ધર્મપ્રેમી પ્રજામાં એ પ્રખ્યાત છે, ભસ્મ ચાળેલા વિચિત્ર દેખાવના, પશ્ચિમવાસીની નજરમાં ઉપેક્ષા જગાડનારા. સાધુઓ પ્રવેશદ્વારની આજુબાજુ નીચા નમતા દેખાયા. ભકતો અગણિત સંખ્યામાં અંદર અને બહાર આવતાજતા હતા. એમનામાંના કેટલાકના હાથમાં સુંદર ફૂલમાળાઓ હતી. તેને લીધે દશ્ય અત્યંત આનંદકારક લાગતું હતું. ધાર્મિક લેકે મંદિરમાંથી બહાર નીકળતી વખતે બારણાના પથ્થરના ઉંબરાને માથું અડાડતા અને પાછળ ફરીને મારા જેવા ગોરા નાસ્તિકને જોઈને થોડી વાર માટે આશ્ચર્યને અનુભવ કરતા. એમની અને મારી વચ્ચેના અદષ્ટ અંતરાયને એક વાર ફરીથી મને ખ્યાલ આવ્યો. - સેનાની જાડી ચાદરના બનેલા બે ધુમ્મટ તીખા સૂર્યપ્રકાશમાં ચમકી રહ્યા હતા. બાજુના મીનારા પર પિોકારો પાડતા પોપટે ઊડી રહ્યા હતા. સુવર્ણમંદિરમાં શંકર ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવેલી. મને થયું કે, જેની આગળ આ હિંદુઓ પ્રાર્થના તથા પિકારે
Page #274
--------------------------------------------------------------------------
________________
બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષ ૨૯૧ કરે છે અને જેની પથ્થરની પ્રતિમાને સુવાસિત પુષ્પ ધરે છે ને નૈવેદ્ય અર્પણ કરે છે એ ભગવાન અત્યારે ક્યાં છે?
આગળ ચાલીને હું એક બીજ મંદિર પાસે ઊભો રહ્યો. ત્યાં ભગવાન કૃષ્ણની મૂર્તિની પૂજા થતી હતી. સોનેરી મૂર્તિ સમક્ષ કપૂર સળગતું હતું. ભગવાનનું ધ્યાન ખેંચવા માટે ઉપરાઉપરી ઘંટારવ કરવામાં આવતો હતો અને એમને સાંભળવા માટે શંખને નાદ થતા હતા. એક પાતળા કટ્ટર પૂજારીએ બહાર આવીને મારી સામે પ્રશ્નાર્થસૂચક નજરે જોવા માંડ્યું અને મેં આગળ ચાલવાને આરંભ કર્યો.
બનારસનાં મંદિરે ને મકાનની અંદર અસંખ્ય મૂર્તિઓ તથા પ્રતિમાઓની ગણના કણ કરી શકે ? આ ગંભીર જેવા દેખાતા, બાળક જેવા લાગતા, અને છતાં કેટલીક વાર પ્રખર તત્ત્વજ્ઞાની જેવા જણાતા, હિન્દુઓને કોણ સમજી કે સમજાવી શકે ?
અંધારી સાંકડી ગલીઓમાં પગપાળો એકલે આગળ વધતો હું પેલા ચમત્કાર કરનારનું ઘર શોધવા લાગ્યો. છેવટે સાંકડી ગલીએમાંથી હું પહોળા રસ્તાઓ પર આવી પહોંચ્યો. રખડતા, રેશે ભરાયેલા નાના છોકરાઓ, યુવાનો અને થોડાક પુરુષો લાંબી પંકિતમાં મારી પાસેથી પસાર થયા. એમના નેતાએ પકડેલા વાવટા પર કશુંક ઊકલી ન શકે એવા અક્ષરે લખ્યું હતું. તે વિચિત્ર પોકારો પાડતા હતા અને વચ્ચે વચ્ચે ગીત ગાતા હતા. મારી પાસેથી પસાર થતી વખતે એમણે વિરોધી આકૃતિ તથા તીખી નજરે મારી તરફ જોવા માંડયું. એના પરથી એ ચિત્રવિચિત્ર સરઘસ રાજકારણને લગતું છે એની મને ખાતરી થઈ. છેલી રાતે બજારની વચ્ચે કાઈ પોલીસ કે અંગ્રેજ નહોતો દેખાતો ત્યારે, કોઈએ મારી પાછળથી મને ગોળીએ દેવાની ધમકી આપી. હું તરત જ પાછો ફર્યો તે મેં ભલાભોળા લોકેાનું ટોળું જોયું. એના અવાજ પરથી યુવાન જેવો લાગતા પિલે ઝનૂની અંધકારમાં ક્યાંક અદશ્ય થઈ ગયો લાગ્યો. એટલા માટે રસ્તા પરથી દૂર અદશ્ય થતા એ રેવભર્યા સરઘસને પણ મેં દયાની નજરે
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૯૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
જેવા માંડયું. દરેકને રસ આપનારા રાજકારણના નાદે કેટલાક વધારે લેકે પર જાદુ પાથર્યું હતું.
આખરે એક એવી શેરીમાં પ્રવેશ કર્યો જેમાંનાં મકાને મોટી ને સારી બાંધણીવાળાં હતાં તેમ જ આંગણાં પણ વિશાળ અને સ્વચ્છ હતાં. ઝડપી પગલે ચાલીને હું એક એવા દરવાજા પાસે આવી પહોંચ્યું જેના પર વિશુદ્ધાનંદ નામ લખવામાં આવેલું હતું. હું એ જ મકાનની શોધમાં હોવાથી, એના કંપાઉન્ડમાં પ્રવેશ્યો અને ઓસરીમાં આડા પડેલા કેઈ માણસની પાસે જઈ પહોંચ્યો. એ એક યુવક હતો અને એની મુખાકૃતિ બુદ્ધિમત્તાવાળી નહોતી. મેં એને હિન્દીમાં પૂછ્યું: ગુરુજી ક્યાં છે? પરંતુ એણે માથું ધુણાવીને જણાવ્યું કે એવા કોઈ પુરુષને એ નથી જાણતો. મેં ગુરુનું નામ કહી બતાવ્યું તેપણ મને એ જ ઉત્તર મળ્યો. પરિણામ નિરાશાજનક આવ્યું છતાં મેં નાસીપાસ ન થવાને નિર્ણય કર્યો. મારી અંદરના સલાહકારે મને ચેતવણી આપી કે યુવક કદાચ એવું માને છે કે એક અંગ્રેજને અહીં કશું કામ ન હોઈ શકે, અને એને ખાતરી થઈ છે કે હું ખરેખર કઈક બીજા ઘરની શોધમાં છું. એની તરફ ફરી દષ્ટિ કરીને મેં એને મૂર્ખ માની લીધે, અને એના હાવભાવની પરવા કર્યા વગર સીધે જ મકાનમાં પ્રવેશ કર્યો.
અંદરના ઓરડામાં અર્ધગોળાકાર વૃત્તમાં બેઠેલા ઝાંખા ચહેરાવાળા માણસો દેખાયા. સારાં વસ્ત્રોવાળા માણસો નીચે જમીન પર અને એક દાઢીવાળા વૃદ્ધ પુરુષ એક તરફ કોચ પર ટેકે દઈને બેઠા હતા. એમના આદરણીય દેખાવ અને ઉત્તમ આસન પરથી સહેજે જાણી શકાયું કે હું જેમને શોધી રહ્યો છું તે પુરુષ આ જ છે. મેં એમને બે હાથ જોડીને નમસ્કાર કર્યા.
“નમસ્તે !” મેં હિંદી ભાષામાં શિષ્ટાચારસૂચક શબ્દોચ્ચાર કર્યા.
મને મારી ઓળખાણ આપવાનું કહેવામાં આવવાથી ભારતમાં બ્રમણ કરતા એક લેખક તરીકે અને ભારતીય તત્ત્વજ્ઞાન ને
Page #276
--------------------------------------------------------------------------
________________
બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષ
૧૯૩
ગવિદ્યાના વિદ્યાર્થી તરીકે મેં મારો પરિચય કરાવ્યો. મેં સ્પષ્ટ કર્યું કે મને મળેલા એમના શિષ્ય મને સારી પેઠે કહ્યું છે કે પિતાના ગુરુ પિતાની આશ્ચર્યકારક શક્તિઓનું જાહેર પ્રદર્શન કદી નથી કરતા, અને અજાણ્યા લેકેની આગળ એના પ્રયોગે એકાંતમાં પણ કવચિત જ કરી બતાવે છે. છતાં, મને એ વિષયમાં ઊંડો રસ હેઈ, એક અપવાદરૂપે મારા પર વિશેષ કૃપા કરવામાં આવે એવી ઈચ્છા રાખું છું. " શિષ્ય પોતાના ગુરુ મને જે જાતને સહકાર આપતા હતા એથી જાણે કે નવાઈ પામતા હોય તેમ પરસ્પર તાકી રહ્યા અને પછી ગુરુની સામે જોવા લાગ્યા. મને લાગ્યું તે પ્રમાણે વિશુદ્ધાનંદ સિત્તેરથી વધારે વરસના હતા. નાની નાસિકા અને લાંબી દાઢીથી એમનું મેટું સુશોભિત લાગતું હતું. એમની મોટી, ઊંડી આંખે જોઈને હું પ્રભાવિત થયે. એમની ગરદન પર બ્રાહ્મણની જઈ લટકતી હતી.
એ વૃદ્ધ પુરુષે, હું કોઈ સૂક્ષ્મદર્શક યંત્રથી જોવાની વસ્તુ હોઉં તેમ, મારા પર શાંતિપૂર્વક દષ્ટિ સ્થિર કરી. મને મારા હૃદયને કાઈ મહાન ભાગ્યશાળી વસ્તુને સ્પર્શ થતાં લાગ્યો. આખોય ઓરડો કે ગૂઢ શકિતથી છવાઈ ગયો હોય એવું લાગવા માંડયું, અને મને થોડીક અસ્વસ્થતાનો અનુભવ થયો.
છેવટે બંગાળી ભાષામાં એક શિષ્યને એમણે થોડાક શબ્દ કહ્યા. એણે મારી તરફ ફરીને જણાવ્યું કે ગવર્નમેન્ટ સંસ્કૃત કેલેજના પ્રિન્સિપાલ પંડિત કવિરાજને દુભાષિયા તરીકે ન લાવવામાં આવે ત્યાં સુધી મુલાકાત નહિ થઈ શકે. પંડિત અંગ્રેજીનું પૂરું જ્ઞાન ધરાવતા હતા તથા વિશુદ્ધાનંદના પુરાણા શિષ્ય હતા. એટલે અમારી વચ્ચે માધ્યમ બનવાની પૂરી ગ્યતા ધરાવતા હતા.
ભા. આ, રખે. ૧૯
Page #277
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહેસ્યની ખેાજમાં
એમને લઈને કાલે બપાર પછી આવી જજો.' વિશુદ્ધાનંદે સૂચવ્યું: હું તમને ચાર વાગ્યે મળી શકીશ.’
૨૯૪
.
મારે માટે પાછા ફર્યા સિવાય બીજો રસ્તા નહેાતા. રસ્તા પરથી ઘેાડાગાડી કરીને મેં સંસ્કૃત કૅલેજ તરફ પ્રયાણ કર્યું. ત્યાં પ્રિન્સિપાલ નહોતા. કાઈએ જણાવ્યું કે એ ઘેર મળી શકશે. એટલે મે બીજા અડધા કલાક સુધી આગળ સફર કરી, અને આખરે મધ્યકાળના ઇટાલિયન મકાનના જેવા દેખાવના એક માળના ઊંચા જૂના ઘરમાં એમની મુલાકાતના મને લાભ મળ્યું!.
પડિતજી ઉપરના એરડામાં જમીન પર બેઠા હતા. એમની ચારે તરફ પુસ્તકા, કાગળેા અને અભ્યાસવિષયક સામગ્રીના નાના ઢગલા પડવા હતા. એ બ્રાહ્મણ ખાસ માટું કપાળ, પાતળું લાંબું નાક અને ઊજળી આકૃતિ ધરાવતા હતા. એમનેા ચહેરા શિષ્ટ અને વિદ્વત્તાપૂર્ણ હતા. મેં એમને મારા સંદેશા કહી બતાવ્યા. શરૂઆતમાં એમણે થાડીક આનાકાની કરી. પરંતુ પછી એ મારી સાથે આવવા સંમત થયા. અમારી મુલાકાત નક્કી થઈ એટલે મેં વિદાય લીધી.
ગંગાની પાસે પહેાંચીને મે ધાડાગાડીને છૂટી કરી. સ્નાન કરનારા યાત્રીઓની સગવડ માટે તૈયાર કરાયેલાં પગથિયાંની લાંબી પક્તિવાળા ઘાટ પર મેં ફરવા માંડયું. વરસેાના વપરાશને લીધે એ પગથિયાં ખરબચડાં અને લીસાં થઈ ગયાં હતાં. બનારસનેા નદીતટવર્તી પ્રદેશ કેટલા બધા અસ્વચ્છ અને અનિયમિત હતા! મદિશ પાણી તરફ્ નમીને ઊભેલાં. એમના ચળકતા ઘુમ્મટા ઊંચાં રાજમહેલ જેવાં મકાનાની બાજુમાં જોઈ શકાતા. અને બધાં મકાને પ્રાચીન તથા અર્વાચીન બાંધણીના મિશ્રણરૂપ હતાં.
પુરોહિતા તથા પ્રવાસીઓ બધે જોવા મળતાં. નાનકડા, ઉઘાડા એરડાઓમાં પેાતાના વિદ્યાર્થીઓને ભણાવતા કેટલાક પડિતા પણું મને જોવા મળ્યા. એરડાઓની દીવાલા ધાળેલી હતી. આચાર્યાં આસન પર બેઠેલા અને એમના સંપ્રદાયાના સિદ્ધાંતાને સમજવાની કાશિશ
Page #278
--------------------------------------------------------------------------
________________
બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષ
૨૫
કરતાં વિદ્યાર્થીઓ પૂજ્યભાવ પ્રકટ કરતા એમની આજુબાજુ ટોળે વળેલા દેખાતા હતા.
એક દાઢીવાળા સાધુને જોઈ મને એને વિશે માહિતી મેળવવાનું મન થયું. એ બનારસની યાત્રા માટે ૪૦૦ માઈલ પગપાળે આવેલો. આગળ જતાં મને એક બીજો વિચિત્ર માણસ જોવા મળ્યો. એણે પોતાને એક હાથ વરસોથી ઊંચો રાખેલ. એના એ કમનસીબ અંગના સ્નાયુ અને સાંધા લગભગ મૃતપ્રાય બની ગયેલા અને એને ઢાંકનારું માંસ એના પરની ચામડી સાથે લટકવા લાગ્યું હતું. સૂર્યના પ્રખર તાપને લીધે આવા માણસનાં મગજ થોડાંક ગાંડા બની ગયાં છે એવું માનવા સિવાય આવી વ્યર્થ તપસ્યાઓને ખુલાસો બીજી કઈ રીતે આપી શકાય ? એમ પણ હોઈ શકે કે ધાર્મિકતાથી ભરપૂર ભરેલી જાતિના આવા કમનસીબ સભ્યોનાં મગજ એકસો વીસ ડિગ્રી ઉષ્ણતામાનમાં રહેવાથી અસ્થિર બની ગયાં હોય.
બીજે દિવસે બરાબર ચાર વાગ્યે પંડિત કવિરાજ અને હું બંને વિશુદ્ધાનંદના ઘરના ચેકમાં પહોંચી ગયા. મોટા ઓરડામાં પ્રવેશીને અમે એમને પ્રણામ કર્યા. બીજા એક શિષ્યા ત્યાં હાજર હતા.
વિશુદ્ધાનંદે મને જરા નજીક જવાની આજ્ઞા કરી એટલે હું એમના કોચની થડે નજીક જઈને બેસી ગયો.
તમને મારે એકાદ ચમત્કાર જેવાની ઈચછા છે?” એમણે પ્રશ્ન કર્યો.
“ગુરુ દેવ જે મારા પર એવી કૃપા કરવા માગતા હોય તો મને ખૂબ જ આનંદ થશે.'
તે પછી મને તમારા રૂમાલ આપે. જે રેશમી રૂમાલ હોય તે વધારે સારું.' પંડિતે અનુવાદ કરી બતાવ્યોઃ “ફક્ત કાચ અને સૂર્યકિરણની મદદથી તમારી ઈચ્છા પ્રમાણેની સુવાસ ઉપજાવી શકાશે.'
Page #279
--------------------------------------------------------------------------
________________
રહર ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
સદ્ભાગ્યે મારી પાસે રેશમી રૂમાલ હતી. તે તેમને સુપરત કર્યો. પછી એમણે કાચને નાને ટુકડે લીધે અને કહ્યું કે પોતે સૂર્યનાં કિરણોને કેન્દ્રિત કરવા માગે છે, પરંતુ કાચના ગોળાની વર્તમાન દશા તથા એારડાની ઢંકાયેલી બાજુને લીધે એમ કરવામાં થોડીક મુશ્કેલી છે. કોઈ શિષ્યને બહારના ચેકમાં મોકલવાથી એ મુશ્કેલી દૂર થશે. એ પોતાના હાથમાં દર્પણ રાખશે, કિરણને ઝીલશે, અને ખુલી બારીમાંથી એમનું એરડામાં પ્રતિબિંબ પાડશે. -
“હવે તમારે માટે હું હવામાંથી સુવાસ પેદા કરીશ.” વિશુદ્ધાનંદે ઉદ્ગાર કાઢ્યો : “તમે કઈ સુવાસ પસંદ કરશે ?”
ચમેલીની.”
એમણે ડાબા હાથમાં મારો રૂમાલ લીધે અને એના ઉપર કાચને ગેળો ધર્યો. બે સેકંડ જેટલા ટૂંકા ગાળા દરમિયાન રૂમાલ પર સૂર્યપ્રકાશનું તેજસ્વી કિરણ રમતું રહ્યું. એ પછી કાચને નીચે મૂકીને એમણે મને રૂમાલ પાછો આવે. મેં એને નાકે લગાડ્યો તેમાંથી ચમેલીની સુમધુર સુવાસ આવી રહી હતી !
મેં રૂમાલ બરાબર તપાસી જોયો પરંતુ એમાં કઈ પ્રકારની ભેજની નિશાની ન લાગી. તેના પર કોઈ ખુશબોદાર પ્રવાહી નાખવામાં આવ્યું હોય એવું પણ ન લાગ્યું. મને નવાઈ લાગવાથી મેં એ વૃદ્ધ પુરુષ તરફ થોડીક શંકાભરી દૃષ્ટિએ જોવા માંડયું. એમણે એ પ્રયોગનું પુનરાવર્તન કરવા કહ્યું.
બીજી વાર મેં ગુલાબનું અત્તર પસંદ કર્યું. એના પ્રયોગ દરમિયાન મેં એમનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. એમના પ્રત્યેક હલનચલનને તથા એમની આજુબાજુની જગ્યાને ઝીણવટથી જોવામાં બાકી ન રાખ્યું. એમના નાનકડા હાથને તથા સફેદ સ્વચ્છ ઝભાને ટીકાત્મક દૃષ્ટિએ જોવા છતાં કશું શંકા જેવું ન જણાયું. એમણે પહેલાની જેમ જ પ્રયોગ કરીને ગુલાબના અત્તરની ખુશબો પેદા કરી અને રૂમાલને બીજો છેડો એ તીવ્ર ખુશબેથી ભરાઈ ગયે.
Page #280
--------------------------------------------------------------------------
________________
બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષ
૨૯૭
- ત્રીજી વાર મેં કેસૂડાની સુવાસ પસંદ કરી. એ પેદા કરવામાં પણ એ એવા જ સફળ થયા.
પિતાની સફળતાથી વિશુદ્ધાનંદ લાગણીવશ નહોતા લાગતા. એ આખેય પ્રયોગ એમને રોજની ઘટના જે કે સાધારણ પ્રસંગ જેવો લાગતો હતો. એમની ગંભીર મુખાકૃતિ જરા પણ હળવી નહોતી થતી.
“હવે હું પોતે જ સુગંધ પસંદ કરું છું.” એમણે અણધારી રીતે જાહેર કર્યું : “હું એક એવા ફૂલની સુગંધ પેદા કરીશ જેની ઉત્પત્તિ તિબેટ સિવાય બીજે ક્યાંય નથી થતી.”
રૂમાલના સુગંધ વગરના બાકીના છેડા પર એમણે થોડે સૂર્યપ્રકાશ કેન્દ્રિત કર્યો અને એ વસ્તુની સિદ્ધિ થઈ. એમણે ચોથી વાર એક એવી સુગંધ પેદા કરી જેને ઓળખી કાઢવાનું મારે માટે મુશ્કેલ થઈ પડયું.
થોડી મૂંઝવણમાં મુકાઈને એ સફેદ રેશમી રૂમાલ મારા ગજવામાં મૂક્યો. એ આખાય પ્રયોગ અને ચમત્કારિક હેવાને લાગ્યો. એમણે એ સુગંધી દ્રવ્યોને પિતાની પાસે છુપાવી રાખ્યાં હશે ? એમણે પોતાની કફનીમાં સંતાડયાં તો નહિ હોય ? એવું હોય તો તે એમની પાસે ઘણું મોટો સંગ્રહ હે જોઈએ. કારણકે
જ્યાં સુધી હું જાહેર ન કરું ત્યાં સુધી મારી પસંદગીની સુવાસની એમને ખબર જ ન પડે. એને માટે જેટલો જરૂરી હોય તેટલો પૂરતો સંગ્રહ એમની સાદી કફનીમાં ભાગ્યે જ સમાઈ શકે. એ ઉપરાંત, એમના હાથ કફનીની ગડીમાં એક વાર પણ નથી પેઠા.
મેં કાચ તપાસી જોવાની મંજૂરી માગી. એ તારની ફ્રેમમાં જોડેલે, તારના નાના હેન્ડલવાળા, એક તદ્દન સાધારણ, વસ્તુઓને મેટા સ્વરૂપે બતાવનારો કાચ હતો. એની અંદર કશું શંકા કરવા જેવું ન લાગ્યું.
વધારામાં સુરક્ષાની એક બીજી સામગ્રી પણ ત્યાં હાજર હતી. વિશુદ્ધાનંદનું નિરીક્ષણ કેવળ હું જ નહેતે કરી રહ્યો, પરંતુ
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૯૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
આજુબાજુ ખેડેલા એમના છ શિષ્યે પણુ કરી રહ્યા હતા. પડિતે મને જણાવેલું કે એક પણ અપવાદ સિવાય તે બધા જ પ્રતિષ્ઠિત, સુશિક્ષિત અને મેટી પછી તથા જવાબદારીવાળા માણસા છે.
હિપ્નેટીઝમના આધાર પર જરૂરી ખુલાસે। મળી શકે તેમ લાગતું હતું. એ ખુલાસાની યથાર્થતાનેા નિર્ણય કસેાટી કરીને કરી શકાય તેમ હેાવાથી મારા ઉતારા પર પાછા જઈને એ રૂમાલ ખીજા માણસાને બતાવવાને મેં વિચાર કર્યો.
વિશુદ્ધાનંદ મારી આગળ એક બીજો વધારે મેાટા ચમત્કારપ્રયાગ કરી બતાવવા માગતા હતા. એવેા પ્રયાગ એ ભાગ્યે જ કરતા. એમણે મને જણાવ્યુ` કે એ બીજા પ્રયાગ માટે ભારે સૂર્યપ્રકાશની જરૂર રહે છે. એ વખતે સૂર્યાસ્તની તૈયારી હતી અને સંધ્યાકાળ પાસે આવતા જતા હતા એટલે મારે માટે બીજે અઠવાડિયે બપેારે ફરી વાર આવવાનું નક્કી થયું ત્યારે એ મરેલાને કામચલાઉ જીવતા કરવાના આશ્ચકારક પ્રયાગ કરી બતાવવાના હતા !
એમની વિદાય લઈ ઘેર આવીને મે બીજા ત્રણ માણસાને એ રૂમાલ બતાવી જોયે.. દરેકે કબૂલ કર્યું કે એ હજી પણ સુગંધથી ભરેલા છે. એટલા માટે એ પ્રયાગને હિપ્નોટીઝમના સિદ્ધાંત લાગુ પાડી શકાય તેમ નહેાતા. એને હાથચાલાકીના ખેલ તરીકે તે આળખાવી શકાય તેમ હતું જ નહિ.
X
X
×
X
એક વાર હું ફરીથી વિશુદ્ધાનંદના ઘરમાં આવી પહોંચ્યા. એમણે મને જણાવ્યું કે એ નાના જીવાને જ પુનર્જીવન આપી શકે છે અને માટે ભાગે એકાદ પક્ષી પર જ પ્રયાગ કરે છે.
એક ચકલીને ગૂંગળાવીને મારી નાખવામાં આવી અને અમારી નજર સામે એકાદ કલાક સુધી રાખી મૂકવામાં આવી, જેથી તે ખરેખર ખતમ થઈ છે એની અમને ખાતરી થાય. એની આંખ અચળ હતી અને એની કાયા સખત અથવા અક્કડ. એ નાનકડા પક્ષીમાં જીવનની હયાતી બતાવનારું' એક પણ ચિહ્ન મને ન દેખાયું.
Page #282
--------------------------------------------------------------------------
________________
બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષ
૯૯
વિશુદ્ધાનંદે પોતાને સૂક્ષ્મદર્શક કાચની મદદથી પક્ષીની એક આંખમાં સૂર્યનું એક કિરણ કેન્દ્રિત કર્યું. થોડી પળે એવી રીતે જ પસાર થઈ ગઈ. એ વૃદ્ધ પુરુષ પોતાના અનોખા કામમાં મન પરોવીને બેસી રહ્યા. એમની મોટી આંખ કાચ પર સ્થિર થયેલી, અને એમની મુખાકૃતિ શાંત, નિર્વિકાર તથા ગંભીર હતી. એકાએક એમના હોઠ ઊઘડ્યા અને એમના મુખમાંથી મારાથી ન સમજાય તેવી ભાષામાં કેઈ વિચિત્ર ધ્વનિ નીકળવા લાગ્યો. થોડાક વખત પછી પેલા પક્ષીને શરીરને આંચકો લાગવા માંડયા. મરણની છેલ્લી ઘડીએ પહોંચેલા કૂતરાને મેં એવી જ રીતે આંચકાને અનુભવ કરતાં જોયેલો. પછીથી પક્ષીની પાંખમાં થોડેક ફફડાટ થયો. અને થોડીક મિનિટમાં તે ચકલી પિતાના પગ પર ઊભી રહીને જમીન પર કૂદવા લાગી ! ખરેખર મરેલાને જીવનની પ્રાપ્તિ થઈ!
પિતાના એ અનોખા અસ્તિત્વના પાછળના તબક્કા દરમિયાન પક્ષીએ હવામાં ઊડવા માટેની પૂરતી તાકાત પ્રાપ્ત કરી, અને ઓરડાની આજુબાજુ ઊડીને થોડા વખત સુધી એણે બેસવાની નવી જગ્યાઓ શોધવા માંડી. એ આખીય ઘટના એવી તે માન્યતામાં ન આવે એવી હતી કે મારા તનમનની બધી જ શક્તિઓ એકઠી કરીને મેં ફરી વાર ખાતરી કરી જોઈ કે મારી આજુબાજુની પ્રત્યેક વસ્તુ અને વ્યક્તિ સાચી છે, સ્પષ્ટ છે, અને ભ્રામક નથી.
અડધા કલાકના નાજુક વખત દરમિયાન એ પુનર્જીવિત પક્ષીના ઊડવાના પ્રયત્નનું મેં નિરીક્ષણ કર્યું. એને અંતે જે આકસ્મિક કરુણ અંત આવ્યો તેથી મને પાછું આશ્ચર્ય થયું. એ નિર્દોષ ચકલી અદ્ધરથી નીચે પડીને અમારી આગળ નિજીવ બનીને ઢળી પડી. એનું હલનચલન અટકી પડયું. એની તપાસ પરથી જણાયું કે એને શ્વાસ ચાલતું નહોતું અને એ મરી ગઈ હતી.
“એના જીવનને તમે આથી વધારે લંબાવી શક્યા ને હેત ?” વિશુદ્ધાનંદને પ્રશ્ન કર્યો.
Page #283
--------------------------------------------------------------------------
________________
૩૦૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
અત્યારે હું તમને આનાથી વધારે બતાવી શકું તેમ નથી.” એમણે ઉત્તર આપ્યો. પંડિતે મારા કાનમાં કહી બતાવ્યું કે ભવિષ્યના પ્રયોગો દ્વારા ઘણું મોટી વસ્તુઓને સિદ્ધ કરવાની આશા છે. એમના ગુરુ બીજી કેટલીક વસ્તુઓ પણ કરી શકે તેમ છે, છતાં એમની ભલમનસાઈને વધારે પડતો લાભ લઈને એમને રસ્તાના ખેલ કરનાર જેવા કરી મૂકવાની જરૂર નથી. જે મેં જોયું તે મને સંતોષ આપી શકે તેમ હતું. એ આખાય સ્થાનમાં એમના પ્રભુત્વની જે સુવાસ ફેલાઈ હતી તેને હું ફરી વાર અનુભવી શક્યો. વિશુદ્ધાનંદની બીજી શક્તિઓની વાતોએ એ અનુભવની લાગણીમાં વધારે કર્યો.
મને જાણવા મળ્યું કે એ હવામાંથી લીલી, તાજી, દ્રાક્ષ કાઢી શકે છે અને શૂન્યમાંથી મીઠાઈ બહાર લાવે છે. એ ઉપરાંત, કર, માયેલા કુસુમને એ હાથમાં રાખે છે તો કુસુમને થેડી જ વારમાં એની પહેલાંની કુમાશ કે પહેલાંની તાજગી પ્રાપ્ત થાય છે.
આ બહારના ચમત્કારની પાછળ શું રહસ્ય છુપાયેલું છે ? એ સંબંધી કશો ખાસ સંકેત મેળવવાને કે વિશેષ ઉત્તર પ્રાપ્ત કરવાનો પ્રયાસ મેં કરી જે. એને પરિણામે એ ખુલાસો મળ્યો જે ખરેખર ખુલાસો ન કરી શકે. એનું સાચું રહસ્ય બનારસના એ ચમત્કાર કરનારા પુરુષના ચોરસ કપાળમાં જ છુપાયેલું હતું, અને અત્યાર સુધી એમણે રહસ્યની જાણ પોતાના સૌથી ઘનિષ્ઠ શિષ્યને પણ કરી નહોતી.
એમણે મને કહ્યું તે પ્રમાણે એમનું જન્મસ્થાન બંગાળ હતું. તેર વર્ષની વયે એમને કોઈ ઝેરી જંતુ કરડયું. એમની દશા એટલી ગંભીર બની ગઈ કે એમની માતાએ એમના જીવનની આશા છોડીને એમને ગંગાકાંઠે મરવા માટે આપ્યા. હિંદુધર્મ મુજબ ગંગાકિનારા પરની મૃત્યુથી વધારે પવિત્ર ને સુખદ મૃત્યુ બીજુ કાંઈ જ નથી.
Page #284
--------------------------------------------------------------------------
________________
બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષ
૩૦૧
એમના શરીરને પવિત્ર ગંગામાં લઈ જવામાં આવ્યુંઅને શેકમાં ડૂબેલાં કુટુંબીજને દાહક્રિયાની તૈયારી કરતાં કિનારા પર એકઠાં થયાં. એમના શરીરને પાણીમાં પલાળવામાં આવ્યું. એ વખતે એક ચમકાર બન્યો. એ શરીરને જેમજેમ ઊંડે ને ઊંડે ડુબાડવામાં આવ્યું તેમ તેમ પાણું નીચે જતું ગયું. શરીરને ઉપર લાવતી વખતે પાણ પણ ઉપર આવતું અને પહેલાં જેવી સપાટી ધારણ કરતું. એમના શરીરને વારંવાર ડુબાડવામાં આવ્યું છતાં દરેક વખતે પાણીનું તળિયું નીચે જ જતું ગયું. સંક્ષેપમાં કહીએ તે ગંગાએ પોતાના મૃતઃપ્રાય મહેમાન તરીકે એ બાળકને સ્વીકાર કરવાની ના પાડી !
નદીના તટ પર બેઠેલા એક ગી એ ઘટનાનું નિરીક્ષણ કરી રહ્યા હતા. એમણે આગાહી કરી કે બાળક હજુ જીવશે, મહાન બનશે અને ખૂબ ભાગ્યશાળી બનશે તથા એક પ્રખ્યાત યેગી થશે. એ પછી પેલા ઝેરી ડંખ પર કોઈ ઔષધિ ઘસીને એ વિદાય થયા. આઠમે દિવસે પાછા ફરીને એમણે બાળકનાં માતાપિતાને કહ્યું કે બાળકને હવે સંપૂર્ણ સારું છે. અને ખરેખર હતું પણ એવું જ. પરન્તુ વચગાળાના વખત દરમિયાન બાળકમાં એવો કોઈ વિચિત્ર ફેરફાર થયો કે જેથી એની મનોવૃત્તિ તથા પ્રવૃત્તિ બદલાઈ ગઈ, અને પિતાનાં માતાપિતા સાથે ઘરમાં સંતોષ માનીને બેસી રહેવાને બદલે એને એક પરિભ્રમણશીલ યોગી બનવાની તાલાવેલી લાગી. એ પછી માતાને એની કાયમ ચિંતા રહી, અને થોડાં વરસ બાદ એણે એને ઘર છેડવાની રજા આપી, એટલે એ યુગમાં સિદ્ધ થયેલા પુરુષની શોધમાં ચાલી નીકળ્યા.
એમણે હિમાલયની પારના તિબેટના રહસ્યમય પ્રદેશમાં ત્યાંના પ્રખ્યાત ચમત્કાર કરનારા સાધુઓમાંથી પોતાને માટે યોગ્ય સદ્ગુરુની પ્રાપ્તિ કરવાની ઈચ્છાથી પ્રેરાઈને પ્રવેશ કર્યો. ભારતવાસીના મનમાં એ વિચાર મજબૂત રીતે ઘર કરી ગયેલે દેખાય
Page #285
--------------------------------------------------------------------------
________________
૩૦૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
છે કે યોગમાં આગળ વધવા માગનારા સાધકે એની ગૂઢ સાધનામાં સિદ્ધિ મેળવી ચૂકેલા કેઈક પુરુષના શિષ્ય થવું અનિવાર્ય છે. કેટલીક વાર બરફનાં ભયંકર તોફાનોથી પર્વતે ધોવાઈ જતા ત્યારે એ યુવાન બંગાળી ગુફાઓ તથા ઝૂંપડાંઓમાં રહેતા એકાંતપ્રેમી સાધુ ગુરુની શોધ માટે ફરી વળતા, પરંતુ એમને નિરાશા સાથે ઘેર પાછા ફરવું પડતું.
એવી રીતે વરસ વીતી ગયાં પણ એમની ઈચ્છા એવી જ અધૂરી રહી. ફરી એક વાર સીમા પાર કરીને એમણે દક્ષિણ તિબેટના ઠંડા, ઉજજડ પ્રદેશમાં ફરવા માંડયું. ત્યાં, પર્વતમાળાની વચ્ચેના એક સાદા નિવાસસ્થાનમાં એમને એક માણસની મુલાકાત થઈ, અને એમ લાંબા વખતથી પોતે જેમને શોધતા હતા તે સદ્ભરુની પ્રાપ્તિ થઈ.
એ પછી મને પેલું ન માનવા જેવું વિધાન સાંભળવા મળ્યું જેણે મને કટાક્ષયુક્ત હાસ્ય કરતો કરી દીધો હોત, એ વિધાન સાંભળીને મને વિસ્મય તે થયું જ. મને ગંભીરતાપૂર્વક કહેવામાં આવ્યું કે તિબેટના એ ગુરુની ઉમ્મર બાર વરસથી ઓછી નથી! એક નિરાશ પશ્ચિમવાસી પોતાને ચાળીસ વરસને કહી બતાવે એટલી શાંતિપૂર્વક એ વિધાન કરી બતાવવામાં આવ્યું હતું.
દીર્ધાયુષની એવી આશ્ચર્યકારક કથા મને પહેલાં પણ ઓછામાં ઓછી બે વાર સાંભળવા મળેલી. અડિયાર નદીના પેગી બ્રહ્મ એક વાર મને કહેલું કે નેપાળમાં રહેતા એમના ગુરુ ચારસો વરસની ઉંમરના છે, અને પશ્ચિમ ભારતમાં મને મળેલા એક સાધુપુરુષે જણાવેલું કે હિમાલયની મુશ્કેલીથી પહોંચી શકાય તેવી ગિરિગુફામાં રહેતા યોગીની ઉંમર એટલી બધી મોટી છે કે એમની આંખની પાંપણે ઉંમરની સાથે ભારેખમ બનીને નમી પડી છે. એમણે એમની ઉંમર હજાર વરસથી વધારે બતાવેલી. એ બંને વિધાનેને મેં અતિશયોક્તિ કે ગપગેળામાં ખપાવેલાં, પરંતુ મારે હવે એમનું પુનરાવર્તન કરવાની જરૂર પડી, કારણ કે મારી આગળ
Page #286
--------------------------------------------------------------------------
________________
બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સ'તપુરુષ
303
બેઠેલા એ મહાપુરુષે અમૃતમય જીવનના માની પ્રાપ્તિ કરી હોય એવા સંકેત કર્યો.
તિબેટના એ ગુરુએ યુવાન વિશુદ્ધાનંદને હયેાગના સિદ્ધાંતા ને સાધનેાની દીક્ષા આપી. એ કઠાર અભ્યાસને પરિણામે શિષ્યને અસાધારણ શારીરિક અને માનસિક શક્તિઓની પ્રાપ્તિ થઈ. એમને એમના કહેવા પ્રમાણે સૂવિજ્ઞાનનુ' પણ શિક્ષણ આપવામાં આવ્યું. હિમાચ્છાદિત પ્રદેશના જીવનની તકલીફો છતાં અમર જીવનના અધિપતિ જેવા એ તિબેટી ગુરુ પાસે બાર વરસ સુધી રહીને એમણે પેાતાની સાધના ચાલુ રાખી. એમની સાધના પૂરી થતાં એમને ભારત મેાકલવામાં આવ્યા. એમણે પર્વતના રસ્તાઓ ઓળંગ્યા, મેદાનામાં નીચે આવ્યા, અને થેાડા વખતમાં યાગના ગુરુ તરીકે પ્રખ્યાતિ પામ્યા. થાડેાક વખત એમણે જગન્નાથપુરીમાં વાસ કર્યો, જ્યાં આજે પણ એમને મેાટા બંગલા છે. એમની આજુબાજુ એકડી થનારી શિષ્યમ`ડળી ઊંચા વના હિંદુઓની રહેતી, એમાં શ્રીમંત વ્યાપારીએ, ધનવાન જમીનદારા, સરકારી અમલદારો અને એક રાજાને પણ સમાવેશ થતા હતા. મારી ઉપર એવી છાપ પડી કે સાધારણ લેાને ત્યાં નથી આવવા દેવામાં આવતા; કદાચ હું ખાટા પણ હાઈ શકું....
"
તમે બતાવેલા ચમત્કાર કેવી રીતે કરી શકાયા ?” મેં નિર્ભીકતાથી પૂછી જોયુ
વિશુદ્ધાનંદે પેાતાના ભરાવદાર હાથને ભેગા કર્યાં.
(
તમને જે બતાવવામાં આવ્યું તે યોગાભ્યાસનું પરિણામ નથી સમજવાનું. એ તા વિજ્ઞાનના જ્ઞાનનું પરિણામ છે. યેાગના સારરૂપે યાગીની ઇચ્છાશક્તિના વિકાસ થાય છે અને એકાગ્રતા વધે છે, પરંતુ સૂવિજ્ઞાનના અભ્યાસમાં એ ગુણાની જરૂર નથી પડતી. સૂવિજ્ઞાન તે કેટલાંક રહસ્યાના સ ંગ્રહમાત્ર છે, અને એમના ઉપયોગ માટે કાઈ ખાસ તાલીમની જરૂર નથી
Page #287
--------------------------------------------------------------------------
________________
૩૦૪ ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં પડતી. તમારે ત્યાંના કોઈ પણ પશ્ચિમી ભૌતિક વિજ્ઞાનની પેઠે જ એને અભ્યાસ પણ કરી શકાય છે.”
પંડિત કવિરાજે પૂરક સંકેત કર્યો કે એ અદ્ભુત કળા બીજા વિષયો કરતાં વિદ્યુત અને લેહચુંબકના વિજ્ઞાનને વધારે મળતી છે.
પરંતુ મને લાગ્યું કે હું એને વિશે પહેલાં જેવો જ અંધકારમાં છું, એટલે ગુરુએ થોડીક વધારે માહિતી પૂરી પાડી.
તિબેટમાંથી આવનારું આ સૂર્યવિજ્ઞાન કાંઈ નવું નથી. ભારતના મહાન યોગીએ પ્રાચીન કાળમાં એનાથી વાકેફ હતા. પરંતુ હવે તે ગણ્યાગાંઠયા અપવાદને બાદ કરીએ તો આ દેશમાં એ લગભગ ભુલાઈ ગયું છે. સૂર્યનાં કિરણમાં જીવનદાયક તો છે, અને જો તમે એ તને અલગ પાડવાની કે એકઠાં કરવાની વિદ્યા જાણી લે તો ચમત્કારો કરી શકે. ઉપરાંત સૂર્યના પ્રકાશમાં એવી સૂક્ષ્મતમ દિવ્ય શક્તિ છે કે જેમના પર કાબૂ મેળવવાથી તમને જાદુઈ શકિતને લાભ મળે.”
તમે તમારા શિષ્યોને આ સૂર્યવિજ્ઞાનનું રહસ્ય શીખો છે ખરા ?
હજુ નથી શીખવતે, પરંતુ શીખવવાની તૈયારી કરી રહ્યો છું. થોડાક શિષ્યોને પસંદ કરીને એ ગૂઢ જ્ઞાન આપવામાં આવશે. અત્યારે અમે એક મોટી પ્રયોગશાળા તૈયાર કરી રહ્યા છીએ. એમાં અભ્યાસવર્ગો, પ્રદર્શને અને પ્રયોગો શરૂ કરવામાં આવશે.”
તે તમારા શિષ્યોને અત્યારે શું શીખવવામાં આવે છે ?” “એમને યોગની દીક્ષા આપવામાં આવે છે.”
પંડિત મને પ્રયોગશાળાનું નિરીક્ષણ કરવા લઈ ગયા. એ કેટલાક માળની ઊંચી અંગ્રેજી આકૃતિવાળી આધુનિક ઈમારત હતી. એની દીવાલે લાલ ઈટાની બનાવેલી અને બારીઓને ઠેકાણે વિશાળ ખુલ્લી જગ્યાઓ હતી. એ ખુલ્લી જગ્યાઓ કાચની મોટી
Page #288
--------------------------------------------------------------------------
________________
બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષ
૩૦૫
તખતીઓને માટે ખાલી રાખવામાં આવેલી, કારણકે પ્રયોગશાળામાં થનારા સંશોધનકાર્યમાં લાલ, વાદળી, લીલા, પીળા ને સફેદ (રંગ વગરના) કાચમાંથી થનારા સૂર્યપ્રકાશના પ્રત્યાવર્તનને સમાવેશ થવાને હતો.
પંડિતે જણાવ્યું કે વિશાળ માપની બારીઓના કદના કાચ કોઈ પણ ભારતીય કારખાનું નથી બનાવી શકતું. તેથી એ ભવ્ય મકાન પૂરું નથી થઈ શકતું. એમણે મને ઇંગ્લેન્ડમાં તપાસ કરવા સૂચવ્યું, અને સાથેસાથે ભારપૂર્વક કહ્યું કે વિશુદ્ધાનંદ પોતાની ખાસ વિગતો પ્રમાણે પૂરેપૂરું કામ થાય એવું ઈચ્છે છે. એ વિગતોમાં એવી શરતને સમાવેશ થતો હતો કે કાચના બનાવનારે ખાતરી આપવી જોઈએ કે એમનો કાચ હવાના પરપોટાઓથી તદન મુક્ત છે. વળી રંગીન કાચ તદ્દન પારદર્શક હોવો જોઈએ. દરેક કાચની તખતી બાર ફીટ લાંબી, આઠ ફીટ પહોળી અને એક ઈચ જાડી હોવી જોઈએ.
પ્રયોગશાળાનું મકાન વિશાળ બગીચાથી ઘેરાયેલું હતું. એ બગીચા પીંછાં જેવી ડાળીઓવાળાં તાડવૃક્ષોની હારને લીધે એમનું ઝીણવટભર્યું નિરીક્ષણ નહોતા કરવા દેતા.
વિશુદ્ધાનન્દની પાસે પાછો આવીને હું એમની આગળ બેસી ગયો. શિષ્યો હવે એાછા થઈને બે કે ત્રણ જેટલા જ બાકી રહ્યા હતા. પંડિત કવિરાજે મારી બાજુમાં બેઠક લીધી. એમને અભ્યાસવૃદ્ધ ચહેરે એમના ગુરુ તરફ આદરભાવથી સ્થિર થયે.
વિશુદ્ધાનદે મારી તરફ એકાદ ક્ષણ દષ્ટિપાત કર્યો ને પછી જમીન તરફ જવા માંડયું. એમનું વર્તન ગૌરવ અને એકલવાયી વૃત્તિથી ભરેલું હતું. એમની મુખાકૃતિ એકદમ ગંભીર હતી, અને એ ગંભીરતાની છાયા એમના શિષ્યોની મુખાકૃતિમાં પડતી હતી. એમની ગંભીરતાને તાગ કાઢવાનો પ્રયાસ મેં કરી છે, પરંતુ મને કાંઈ જ ન મળ્યું. શહેરમાંના સોનેરી મંદિરના અંદરના ભાગમાં પ્રવેશવાનું જેમ મારે માટે મુશ્કેલ હતું તેમ એમના મનમાં
Page #289
--------------------------------------------------------------------------
________________
૩૦૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
પ્રવેશવાનુ` મારા પશ્ચિમી માનસ માટે મુશ્કેલ હતું. પૂર્વાંની અદ્ભુત જાવિદ્યાથી એ ભીંજાયેલા હતા. મને સ્પષ્ટ અનુભવ થયા કે બીજી વિનતિ કરી બતાવું તે પહેલાં જ એમણે મને ચમત્કારા કરી બતાવ્યા છે તેપણ એમણે અમારી વચ્ચે ઊભા કરેલા સ્વભાવગત અંતરાય હું નહિ એળંગી શકું. મારા સત્કાર તા કેવળ ઉપરચોટિયા છે. પશ્ચિમી સંશાકા ને પશ્ચિમી શિષ્યોની જરૂર અહીં જરા પણ નહેાતી.
એમના મુખમાંથી અણુધાર્યાં શબ્દે ટપકી પડવા :
6
મારા તિબેટી ગુરુની અગાઉથી મંજૂરી ન મળે ત્યાં સુધી હું તમને મારા શિષ્ય તરીકે સ્વીકારી ન શકું. મારે એવી શરત સાથે કામ કરવું પડે છે.’
મારા મગજમાંથી ઊઠતા વિચારા શું એમણે વાંચી લીધા હશે ? મેં એમની તરફ જોવા માંડયુ. એમનું જરાક ઊપસી આવેલું કપાળ જોઈને એવા વિચાર આવતા હતા. ગમે તેમ, પણ મેં એમના શિષ્ય થવાની ઇચ્છા નહેાતી બતાવી. કાઈના શિષ્ય બનવા માટે હું વધારેપડતી ઉતાવળ કરું તેમ નહોતા. મને એક વાતની ખાતરી હતી કે એવી વિનતિના જવાબ હકારમાં નહિ મળે.
તમારા ગુરુ દૂર તિબેટમાં હોય તેા તેમની સાથે તમે વિચારોની આપલે કેવી રીતે કરી શકેા છે ?' મેં પ્રશ્ન કર્યો.
:
અમે અંદરની દુનિયામાં સંપૂર્ણ સંબંધ ધરાવીએ છીએ.’ એમણે ઉત્તર આપ્યા. હું એમના શબ્દો સાંભળતા હતા, પરન્તુ સમજતા નહાતા. છતાં એમના અણુધાર્યા શબ્દોએ ઘડીભર માટે મારા મનને એમના ચમત્કારથી ખીજે વાળી દીધુ. મારું... મન જરા ઉદાસ બની ગયું. મે' નીરસતાપૂર્વક પ્રશ્ન કર્યો :
· ગુરુદેવ, માણસને પ્રકાશની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે?? વિશુદ્ધાનન્દે ઉત્તર આપવાને બદલે મને બીજો પ્રશ્ન પૂછ્યો : ચેાગના અભ્યાસ ન કરો ત્યાં સુધી તમે પ્રકાશ કેવી રીતે
"
મેળવી શકા ? ’
Page #290
--------------------------------------------------------------------------
________________
બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષ
૩૦૭
- ડી સેકંડે સુધી મને વાત પૂરી થયેલી લાગી.
“છતાં મને કહેવામાં આવ્યું છે કે યોગને સફળતા પૂર્વક અભ્યાસ કરવાની વાત તે બાજુએ રહી, પણ યોગને સમજવા માટે પણ ગુરુની અનિવાર્ય આવશ્યકતા છે. સાચા ગુરુ મળવા મુશ્કેલ છે.”
એમને ચહેરે એ જ શાંત અને નિર્વિકાર રહ્યો.
સાધક બરાબર તૈયાર થાય છે તે ગુરુ હંમેશાં આવી મળે છે.”
મેં મારી શંકા રજૂ કરી. એમણે એમને ભરાવદાર હાથ લાંબે કર્યો.
માણસે પહેલાં પિતાની જાતને તૈયાર કરવી જોઈએ. એ પછી એ જ્યાં હશે ત્યાં આખરે એને ગુરુ મળી રહેશે. જે ગુરુ સ્થૂળ રીતે નહિ મળે તે સાધકની અંદરની આંખ આગળ પ્રકટ થશે.)
તો પછી શરૂઆતમાં શું કરવું?”
“હું તમને બતાવું એ આસનમાં જ નિયમિત થોડે વખત બેસવાને નિયમ રાખે. એથી તમારી જાતને તૈયાર કરી શકશે. ક્રોધને રોકવાને ને કામવાસના પર કાબૂ રાખવાનું પણ ધ્યાન રાખો. વિશાનન્દ એ પછી જેનાથી હું પરિચિત હતું તે પદ્માસન મને કરી બતાવ્યું. એમાં ઉપરાઉપરી પગ ચડાવવાના હોવા છતાં એને એ સાદું આસન શા માટે કહેતા હતા તે મને ન સમજાયું.
ક પુખ્ત ઉંમરને અંગ્રેજ આવી રીતે પગને વાળી શકે ? મેં ઉાર કાઢઢ્યા.
“મુશ્કેલી ફક્ત પ્રારંભના પ્રયાસ દરમિયાન જ પડતી હોય છે. જે દરરોજ સવારે ને સાંજે અભ્યાસ થાય તે મુશ્કેલી નથી પડતી. આ યોગાભ્યાસને માટે દિવસને ચોક્કસ સમય મુકરર કરવાનું અને એ સમયને વળગી રહેવાનું ઘણું અગત્યનું છે. સૌથી શરૂઆતમાં પાંચ મિનિટને પ્રયત્ન પૂરતો થઈ પડશે. એક માસ પછી એ
Page #291
--------------------------------------------------------------------------
________________
૩૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં .
વખત વધારીને દસ મિનિટને કરી શકાય. ત્રણ માસ પછી વીસ મિનિટના કરાય, અને એવી રીતે વધારતા જવાય. મેરુદંડને સીધે રાખવાનુ ધ્યાન રાખવું જોઈએ. એ આસનથી શારીરિક સ્થિરતા, સમતુલા તથા માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે. યેાગના આગળના અભ્યાસને માટે શાંતિ જરૂરી છે.’
"
તા શું તમે હયેાગ શીખવા છે ?’
‘હા. એવી કલ્પના ન કરતા કે રાજયોગ એનાથી ઉત્તમ છે. પ્રત્યેક મૃનુષ્ય વિચારવાની ને વર્તવાની બેવડી પ્રવૃત્તિ કરતા હેાવાથી આપણી પ્રકૃતિની બન્ને બાજુ માટેની તાલીમ પણ હાવી જોઈએ. શરીરની અસર મન પર પડે છે, તે મનની અસર શરીર પર પડતી હાય છે. વ્યાવહારિક વિકાસના ક્ષેત્રમાં એમને અલગ..
પાડી શકાય.’
અધિક પ્રશ્નોત્તર કરવાની એમની નામરજી મને ફરી એક વાર જાવા લાગી. માનસિક ઠંડક આખા વાતાવરણમાં ફરી વળી. એમને છેવટને સવાલ પૂછીને એમની તરત વિદ્યાય લેવાને મેં નિર્ણય કર્યો.
• જીવનના કાઈ આદર્શ કે હેતુ છે અથવા નથી એની શેાધ તમે કરી ચૂકયા છે ? ’
મારી નિખાલસતા જોઈને ત્યાં ખેડેલા શિષ્યો ગંભીરતાના ત્યાગ કરી સ્મિત કરવા લાગ્યા. કાઈ એકાદ નિર્દોષ, નાસ્તિક પશ્ચિમી જ આવા પ્રશ્ન પૂછવાનું સાહસ કરી શકે. ઈશ્વર પેાતાના વ્યક્તિગત હેતુ માટે સંસારને ધારણ કરે છે એવું કઈ પણ જાતના અપવાદ વગર બધાં જ હિન્દુ ધર્મશાસ્ત્રો નથી કહેતાં ?
વિશુદ્ધાનંદે ઉત્તરન આપ્યા. એમણે શાંતિમાં ડૂબેલા રહીને કવિરાજ તરફ દૃષ્ટિ ફેકી. એથી એમણે ઉત્તર પૂરા પાડચો :
· જીવનની પાછળ ખરેખર હેતુ રહેલા છે. આપણે આત્મિક પૂર્ણતાની પ્રાપ્તિ કરવાની છે કે ઈશ્વર સાથે એકતા સાધવાની છે.'
Page #292
--------------------------------------------------------------------------
________________
બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષ
૩૦૯
એ પછીના બીજા કલાક દરમિયાન ઓરડામાં શાંતિ રહી. વિશદ્ધાનંદ બંગાળીમાં છપાયેલા મુખપૃષ્ઠવાળા એક દળદાર પુસ્તકના મેટા પાના પર આંગળી ફેરવવા લાગ્યા. શિષ્ય જોઈ રહ્યા, નિદ્રાધીન થયા કે ધ્યાન કરવા માંડ્યા. એક જાતની આરામદાયક
હિનીની અસર મારા પર થવા લાગી. મને થયું કે જે હું લાંબા વખત સુધી બેસી રહીશ તે મને ઊંઘ આવશે કે પછી મારાથી કેઈક પ્રકારની ભાવદશામાં ડૂબી જવાશે, એટલે મારી વૃત્તિઓને પાછી વાળી, વિશુદ્ધાનંદને આભાર માનીને, મેં વિદાય લીધી.
થોડેઘણો આહાર કરીને, પુણ્યાત્માઓ તથા પાપીઓનું એકસરખું આકર્ષણ કરનારા એ પચરંગી શહેરમાં આવેલી કષ્ટદાયક સાંકડી શેરીઓમાંથી હું આગળ વધ્યો. એ પોતાની ભરચક વસ્તીમાં દેશભરના પવિત્ર આત્માઓને તે આકર્ષે છે, પરંતુ અપવિત્ર, લફંગા અને અનીતિમાનને પણ પોતાની તરફ ખેંચ્યા કરે છે, તે પછી ધર્મગુરુઓને આકર્ષે એમાં તો નવાઈ જ શી ?
ગંગાતટ પરના મંદિરના રણકી ઊઠતા ઘંટનાદે સાંજની ઉપાસનાને સંદેશો સંભળાવ્યો. ઝાંખા આકાશ પર રાત્રી ઝડપથી આગળ વધવા માંડી. સૂર્યાસ્ત વખતે બાંગ પોકારતા મુલ્લાઓ મહમદના અનુયાયીઓને પ્રાર્થના કરવાનું કહેવા લાગ્યા.
એ અત્યંત પૂજ્ય ને પ્રાચીન નદી ગંગાના તટ પર બેસીને મંદમંદ પવનથી હાલતાં તાડવૃક્ષને ખડખડાટ હું સાંભળવા લાગ્યો.
રાખડી ચોળેલે એક ભિખારી મારી આગળ આવીને ઊભો રહ્યો. મેં એની તરફ જોવા માંડયું. એ કઈક સાધુ હોય એવું લાગ્યું. કેમ કે એની આંખમાં કોઈ અપાર્થિવ તેજ પ્રકાશનું હતું. મને એવું થયું કે ભારતને સારી રીતે સમજવામાં મને સફળતા મળી છે, એવી મારી માન્યતા બરાબર નથી. અમને અલગ પાડતી
ભા. આ. ૨. છે. ૨૦
Page #293
--------------------------------------------------------------------------
________________
૩૧૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
સભ્યતાની આરપારથી અમે એકમેકને સમજી શકીએ છીએ કે નહિ તેને વિચાર કરતાં મેં મારા ગજવામાંથી પૈસા કાઢયા. એણે મારી મદદ ખૂબ શાંતિ ને મોભાપૂર્વક લીધી, એના ભસ્મ લગાડેલા કપાળે હાથ લગાડીને સલામ કરી, અને ચાલવા માંડયું.
હવાનાં સૂક્ષ્મ પરમાણુઓની મદદથી પ્રયોગ કરનાર અને મરેલાં પક્ષીઓને થોડાક વખત માટે પણ સજીવન કરનાર એ ચમતકારિક સંતપુરુષને રહસ્ય પર મેં લાંબા વખત સુધી વિચાર કરી લે છે. સૂર્યવિજ્ઞાન વિશેને એમને ઉપરથી ઠીક દેખાતો સંક્ષિપ્ત ખુલાસો મારે ગળે નથી ઊતરતે. આજના વિજ્ઞાને સૂર્ય પ્રકાશમાં છુપાયેલી શક્યતાઓની પૂરેપૂરી શોધ કરી છે, એ હકીકતને ઈનકાર કોઈ અવિચારી પુરુષ જ કરી શકશે. પરંતુ આ બાબતમાં કેટલાક એવા મુદ્દા સડેવાયેલા છે જે મને એના ખુલાસા માટે બીજે જોવાની ફરજ પાડે છે.
પશ્ચિમ ભારતમાં મારી માહિતી મુજબ એવા બે યોગીઓ રહેતા હતા, જે વિશુદ્ધાનંદના પ્રયોગોમાંને એક એટલે કે હવામાંથી જુદીજુદી સુવાસ પેદા કરવાને પ્રયોગ કરી શકતા હતા. છેલ્લા સૈકાની સમાપ્તિ દરમિયાન એ બંને પુરુષે મૃત્યુ પામ્યા હતા. એ વસ્તુ મારી તપાસ પૂરતી કમનસીબ સાબિત થઈ. છતાં મારી માહિતી પૂરતા વિશ્વસનીય સૂત્ર પાસેથી મળી હતી. બંને પ્રસંગમાં યોગીના હાથની હથેળી પર એક સુવાસિત પ્રવાહી અત્તર દેખાડવામાં આવતું. એ ચામડીમાંથી પરસેવાની પેઠે નીકળ્યું હોય એવો ભાસ થતો. કેટલીક વાર એ સુવાસ એટલી બધી તેજ રહેતી કે આખા ઓરડામાં ફરી વળતી.
જે વિશુદ્ધાનંદ પણ એવી જ અભુત શક્તિ ધરાવતા હોય, તે એ પિતાની હથેળી પરની સુવાસ રૂમાલમાં સહેલાઈથી ફેરવી શકે અને એ જ વખતે મૅગ્નીફાઇંગ લેન્સ કે કાચની સાથે હાથનો અભિનય પણ કરી શકે. ટૂંકમાં કહીએ તો સૂર્ય પ્રકાશને કેન્દ્રિત કરવાની આખીય પ્રક્રિયા, જાદુઈ રીતે પેદા કરેલી ખુશબોની
Page #294
--------------------------------------------------------------------------
________________
બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષ
૩૧૧
ફેરબદલીને છાની રાખવાના અભિનય સિવાય બીજું કાંઈ જ નહતું. આ વિચારણામાં મદદરૂપ થનાર બીજો મુદ્દો એ છે કે અત્યાર સુધી વિશુદ્ધાનજો પોતાના શિષ્યોમાં કોઈનીય આગળ એનું રહસ્યઘાટન નથી કર્યું. પરચાળ પ્રયોગશાળાનાં મકાનની લંબાતી જતી યોજનાદ્વારા એમની આશાને ટકાવી રાખવામાં આવી છે. ભારતમાં રાક્ષસી કદની કાચની તખતી મેળવવાની શક્યતાને લીધે એ કામ પણ બંધ પડવું છે. એથી એમને માટે આશા રાખી ને રાહ જોયા સિવાય બીજો રસ્તો નથી રહ્યો.
સૂર્યકિરણના કેન્દ્રીકરણની પદ્ધતિ જે માત્ર બતાવવા પૂરતી જ હોય તો, પ્રશ્ન એ થાય છે કે વિશુદ્ધાનંદ ખરેખર કઈ પદ્ધતિને આધાર લેતા હશે. એવું પણ હોય કે પોતાના વ્યક્તિગત પ્રયત્નથી જે યોગશક્તિઓને વિકાસ થાય છે તેમાં જુદી જુદી સુંદર ખુશબોની ઉત્પત્તિ પણ એક હશે. હું તેને વિશે ચક્કસ નથી કહી શકતો. છતાં વિશુદ્ધાનંદના પ્રયોગોના ખુલાસા માટે ચોકકંસ સિદ્ધાંતના અભાવમાં એમની દ્વારા રજૂ કરાયેલી સૂર્યવિજ્ઞાનની વાતને સ્વીકારવાનું સાહસ તો નથી જ કરી શકતો. અને એ બાબતમાં મારા મગજને વધારે પરેશાન પણ શા માટે કરવું જોઈએ ? મારું કામ છે સમજાવી શકાય તેવું ન હોય તેને સમજાવવાનું નથી, પરંતુ ઘટનાઓને ફક્ત લહિયા થઈને લિપિબદ્ધ કરવાનું છે. ભારતીય જીવનની આ બાજુ ગુપ્ત રહે તે જ સારું છે. કારણકે નીચા કદના હૃષ્ટપુષ્ટ વિશુદ્ધાનંદ કે એમના કોઈ નિયુક્ત શિષ્ય બહારના લેકેને એમની અભુત વિદ્યા બતાવે અને વૈજ્ઞાનિકેનું ધ્યાન ખેંચે તોપણ એના રહસ્યનું ઉદ્ઘાટન થવાની આશા ન રાખી શકાય. મને લાગ્યું કે એમના વ્યક્તિત્વારા હું એટલું તો સમજી જ શક્યો છું.
મારી અંદરના અવાજે મને પૂછયું : એમણે મરેલા પક્ષીને કેવી રીતે સજીવન કર્યું ? અને પિતાના આયુને અનિશ્ચિત સમય સુધી લંબાવવાની પૂર્ણ ગીની પેલી શક્તિની વાત વિશે પણ
Page #295
--------------------------------------------------------------------------
________________
૩૧૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
શું સમજવું? પૂના થાડા માનવેાએ દીર્ઘાયુ જીવનનું રહસ્ય સાચેસાચ હસ્તગત કર્યુ છે ?
અંદરના પ્રશ્નકર્તા તરફથી મારું ધ્યાન હટાવીને મે થાકીને આકાશ તરફ જોવા માંડયુ. તારાથી ભરેલા એ ગહન વિશાળ આકાશ પ્રત્યે મને માન થયું. ઉષ્ણકટિબંધના આકાશમાંના તારા જેવા તેજસ્વી તારા ખીજે કયાંય પણ નથી દેખાતા. એ પ્રકાશનાં બિંદુએ તરફ મેં એકસરખી સ્થિર દૃષ્ટિથી જોવા માંડયું...મારા જેવા બીજા માણસેા પર તથા ઢંગધડા વગરનાં મકાનાના સમૂહ પરમે ફરી દિષ્ટ ફેકી ત્યારે આ જગતના ગૂઢ રહસ્યને અનુભવ મને વધારે ઊંડાણુથી થવા લાગ્યા, દશ્ય વસ્તુએ અને સામાન્ય પદાર્થો ઝડપથી અદૃશ્ય થતા જતા લાગ્યા, અને હાલતીચાલતી પડછાયાવાળી આકૃતિએ, ધીમી ગતિએ સરી જતી નૌકાએ અને ઘેાડાક તેજસ્વી દીવાએ રાત્રીને તથા વાતાવરણને સ્વપ્નની આનંદદાયક દુનિયાના પ્રદેશમાં પલટાવતા દેખાયા. જગત સાચું જોતાં સ્વપ્ન જેવું છે એ જૂના ભારતીય તત્ત્વજ્ઞાનના સિદ્ધાંત મારા મનમાં તરવા માંડવો અને વાસ્તવિકતાની મારી બુદ્ધિના નાશ કરવામાં ભાગ ભજવવા લાગ્યા. અવકાશની અનંતતામાંથી ઝડપથી આગળ વધતા ઓ ગ્રહ પર મને જે અવનવા અનુભવેશ થઈ શકે તે કરવા મે તૈયારી કરી.
પરંતુ આ મલાકના કાઈ પ્રાણીએ ઉચ્ચ સ્વરે એકસરખા શુષ્ક ગીતસ્વરા છેડાને મારા એ સ્વર્ગીય સ્વપ્નને કઠોરતાપૂર્વક તેાડી નાખ્યુ. એને પરિણામે માણસે જેને જીવન કહીને ઓળખે છે તે અનિશ્ચિત ભાગા અને અણુધાર્યો શોકેાના પ્રબળ પ્રવાહમાં હુ ઝડપથી પાછા ફર્યા.
Page #296
--------------------------------------------------------------------------
________________
૧૨ ગ્રહના લેખ
મંદિરના ઘુમટો ઝળહળતા સૂર્યોદયના પ્રકાશથી શોભી ઊડ્યા. હતા. ગંગામાં સ્નાન કરનારાઓ એમના મંત્રોચ્ચાર ને સ્તવનથી વાતાવરણને ભરી દેવા માંડ્યા હતા અને મારી અપરિચિત દૃષ્ટિને કાશીના ઘાટ પરનાં એ મિશ્રિત દો કાંઈક અને ખાં દેખાવા લાગ્યાં. આગળથી વિષધરના મુખ જેવી કેરેલી આકૃતિવાળી મોટી નૌકામાં બેસીને મેં ગંગામાં પ્રવેશ કર્યો. મેં કેબિનની છત પર બેઠક લીધી. અને નીચેના ત્રણ નાવિકેએ એમનાં હલેસાં મારવાનું શરૂ કર્યું.
મારી સાથે મુંબઈના એક વેપારી હતા. એમણે મારી બાજુમાં બેસતાં કહ્યું કે મુંબઈ પાછા ફરીને પોતે વેપારમાંથી નિવૃત્ત થવા માગે છે. એ અત્યંત ધાર્મિક હોવા ઉપરાંત એવા જ વ્યવહારુ માણસ હતા. સ્વર્ગલોકમાં ભંડાર જમા કરવાની સાથે બેન્કમાં ભંડાર જમા કરવાનું એ નહાતા ભૂલ્યા. મને એમને પરિચય એકાદ અઠવાડિયાથી થયે હતો. એ મને મિલનસાર, માયાળુ, મિત્રતાયુક્ત માનવા લાગ્યા હતા.
સુધી બાબુએ ભવિષ્ય ભાખીને કહેલું તે જ વરસે હું નિવૃત્ત થઈશ.” એ ખુલાસો કરવા ઉત્સુક હોય તેમ બેલી ઊઠયા.
એ વિચિત્ર ઉલેખથી, રૂપકની ભાષામાં કહું તો મારા કાનમાં કશુંક ભોંકાતું હોય એવું લાગ્યું.
Page #297
--------------------------------------------------------------------------
________________
૩૧૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
‘ સુધી બાબુ ? એ વળી કાણુ છે? ’
· તમે નથી જાણતા ? એ બનારસના સૌથી હેાશિયાર જ્યા તિષી છે.’
<
.
એહ, ફક્ત જ્યાતિષી ! ' મેં તિરસ્કારયુક્ત ગણગણાટ કર્યો. કારણકે મેં એવા જ્યોતિષીઓમાંના કેટલાકને મુંબઈના વિશાળ મેદાનની ધૂળમાં પલાંઠી વાળીને બેઠેલા જોયેલા; કલકત્તામાં ગરમ છાપરાં નીચે જોયેલા, અને મે' જેની મુલાકાત લીધેલી એવાં પ્રત્યેક નાનાં શહેરામાં પ્રવાસીએ આગળ એકઠા થતા પણ નિહાળેલા. એમાંના મેાટા ભાગના ગંદા જેવા દેખાતા. એમના વાળની લટા છૂટી, વિખરાયેલી ને કઢંગી લાગતી હતી. એમના ચહેરા પર વહેમ, અંધ માન્યતા અને અજ્ઞાનની છાપ પડેલી સહેલાઈથી ઓળખી શકાતી. એમની ધંધાકીય સામગ્રી તરીકે એમની પાસે સામાન્ય રીતે બેત્રણ મોટાં પુસ્તકા અને ન સમજાય તેવાં ચિહ્નોવાળું દેશી ભાષાનું પંચાંગ રહેતું. એ પેાતે સદ્ભાગ્યથી 'ચિત રહેતા તે છતાં ખીજાના ભાગ્યને દેારવા આતુર રહેતા. એ વિચાર મને દેષદર્દી દષ્ટિથી અવારનવાર આવ્યા કરતા.
મને તમારી વાત સાંભળીને થાડી નવાઈ લાગે છે. એક વેપારી માટે તારાઓ કે ગ્રહના ટમકવા પર આધાર રાખવેા સલામત છે? તમને નથી લાગતું કે સામાન્ય બુદ્ધિ વધારે સારું માર્ગદર્શન આપી શકે?' એમને સારી સલાહ આપતા હાઉ એવી રીતે મે ઉમેયુ`
વેપારીએ પેાતાનું માથુ ઘેાડું હલાવીને મારી તરફ સહાનુભૂતિપૂર્વક સ્મિત કરવા માંડયુ.
તેા પછી મારી નિવૃત્તિના ભવિષ્યકથનને તમે શી રીતે સમજાવશે! ? હજુ તા મારી ઉ ંમર એકતાળીસ વરસની જ છે અને આટલી અપવાદરૂપ નાની ઉંમરે હું ધંધો છેાડી દઈશ એવી કલ્પના પણુ કાણુ કરી શકે ? ’
Page #298
--------------------------------------------------------------------------
________________
ગ્રહોના લેખ
- ૩૧૫
- “તે એ કદાચ એક જાતને ગાયોગ હેય.”
“ઠીક ત્યારે, મને એક વાત યાદ આવીથોડાં વરસ પહેલાં મને લાહોરમાં એક મોટા તિષીને ભેટો થઈ ગયો. એમની સલાહ મુજબ મેં એક મોટા વેપારની વાતચીત શરૂ કરી. એ વખતે એક ઘરડા માણસની સાથે મેં ભાગીદારી કરેલી. મારા ભાગીદારે આખુંય કામ ઘણું જોખમભરેલું છે એમ જણાવી મારી સાથે સહમત થવાને ઇનકાર કર્યો હતો. એ ધંધામાં ભાગ લેવા તૈયાર ન હોવાથી અમે ભાગીદારીમાંથી છૂટા થયા. મેં એકલે હાથે ધંધો ચાલુ રાખ્યો. એમાં મને આશ્ચર્યકારક સફળતા મળી અને લાભ થયો તે છતાં, લાહોરના જ્યોતિષીએ મને ઉત્સાહિત ન કર્યો હોત તે હું પોતે પણ એ ધંધો કરતાં અચકા હેત.
“તે પછી તમારે અભિપ્રાય એ છે કે..” મારા સાથીએ મારે માટે એ વાક્ય પૂરું કરી આપ્યું :
આપણાં જીવન ભાગ્ય પ્રમાણે ચાલતાં હોય છે અને એ ભાગ્યને નિર્દેશ ગ્રહોની સ્થિતિ પરથી મળી રહે છે.”
મેં ઉતાવળા હાવભાવદ્વારા એમના નિવેદન પ્રત્યે વિરોધ વ્યક્ત કર્યો.
મેં ભારતમાં એવા નિરક્ષર અને મૂખ જેવા જતિષીઓ જોયા છે કે કેઈને પણ એમની દ્વારા શી લાભકારક સલાહ મળી શકે તેની કલ્પના પણ નથી કરી શકતો.”
સુધી બાબુ જેવા વિદ્વાન પુરુષને તમને મળેલા અજ્ઞાન કેની સાથે તમારે ભેળવી દેવા ન જોઈએ. એ લેકે ઢોંગી હાઈ શકે; પરંતુ સુધી બાબુ તો પોતાની માલિકીના મેટા મકાનમાં રહેતા એક ઊંચી કોટિના બુદ્ધિશાળી બ્રાહ્મણ છે. એમણે અનેક વરસો સુધી પોતાના વિષયને ઊંડે અભ્યાસ કર્યો છે અને એમની પાસે એ વિષયના ઘણુ વિરલ ગ્રંથ છે.'
Page #299
--------------------------------------------------------------------------
________________
૩૧૬
ભારતના આધ્યાત્િમક રહસ્યની ખોજમાં
મને એકાએક વિચાર આવ્યો કે મારા સાથીદાર કાંઈ મૂર્ખ તે નથી જ. એ એવા આધુનિક ઢબના હિંદુ છે જે ઘણું જ વ્યવહારુ હોવાની સાથેસાથે પશ્ચિમી શોધખોળને પરિણામે પ્રાપ્ત થયેલાં છેલ્લામાં છેટલી ઢબનાં સાધનોને લાભ લેતાં નથી અચકાતા. કેટલીક બાબતમાં એ મારા કરતાં પણ આગળ હતા. નાવ પર એ હાલતાં ચાલતાં ચિત્રો ખેંચવાને કેમેરા લઈને આવેલા. જયારે મારી પાસે એક સાધારણ કડક સિવાય બીજું કાંઈ જ નહોતું. એમના નેકરે થરમોસ ખોલીને ઠંડુ પીણું કાઢયું અને મુસાફરી માટેની એક ઉત્તમ આવશ્યકતાની મારી વિસ્મૃતિ માટે જાણે કે મને ઠપકે આપે. અને એમની વાતચીત પરથી મને જણાયું કે એમના મુંબઈવાસ દરમિયાન એમની દ્વારા થતે ટેલિફેનને ઉપયોગ મારી દ્વારા યુરોપમાં કરાતા ટેલિફોનના ઉપયોગ કરતાં ઘણું વધારે હતો. એ છતાં એ જ્યોતિષમાં વિશ્વાસ રાખતા હતા. એમના વ્યક્તિત્વનાં એવાં અસંગત તો જોઈને મને નવાઈ લાગી.
આપણે એકમેકને સમજી લઈએ. તમે એ સિદ્ધાંત પૂરેપૂરે સ્વીકારે છે કે, દરેક વ્યક્તિના જીવનની કારકિર્દી અને પ્રત્યેક દુન્યવી ઘટના પર એવા ગ્રહને અંકુશ છે જેમનું અંતર આપણું આ ઉપગ્રહથી કલ્પના પણ ન કરી શકાય એટલું મોટું છે?”
હા. હું એ સિદ્ધાંતમાં માનું છું.' એમણે શાંતિથી ઉત્તર આપ્યો.
શું કહેવું તેની સમજ ન પડવાથી મેં ગરદન હલાવી. એમણે દિલગીરી દર્શાવતું વલણ ધારણ કર્યું.
પ્રિય મહાશય, તમે પોતે જ તેમની પાસે જઈને ખાતરી શા માટે નથી કરતા ? તમારા દેશમાં કહેવાય છે કે ખીરનો સ્વાદ ખાવાથી જ ખબર પડે છે. તો સુધી બાબુ તમારા સંબંધમાં શું શોધી શકે છે તે તમે જ અનુભવી લે. મારે કોઈ સસ્તા ડોળઘાલુની જરૂર નથી રહી. મને તે એ માણસની સચ્ચાઈમાં વિશ્વાસ છે.”
Page #300
--------------------------------------------------------------------------
________________
ગ્રહોના લેખ
૩૧૭
હં. જો કે ભવિષ્યકથનને વેપાર કરનારા પ્રત્યે હું શંકાશીલ છું છતાં તમારા શબ્દોમાં વિશ્વાસ રાખું છું. તમે મને એ જ્યોતિષી પાસે લઈ જશો ?”
જરૂર. કાલે બપોર પછી તમે મારે ત્યાં આવી પહોંચજે. આપણે સાથે ચા-પાણ કરીશું અને એમની મુલાકાત લઈશું.'
વિશાળ ભવન, જૂનાં મંદિરો અને પીળાં પુછપથી છવાયેલાં નાનાં દેવસ્થાનેનું નિરીક્ષણ કરતા અમે નાવમાં આગળ વધ્યા. સ્નાન કરતા યાત્રીઓથી ભરેલાં ઘાટનાં વિશાળ પગથિયાં તરફ ઉદાસીનતાથી નજર નાંખીને મેં વિચારવા માંડયું કે વહેમ અથવા અંધશ્રદ્ધા પર અંકુશ આણવાને વિજ્ઞાનને દાવો તદ્દન સાચો હોવા છતાં મારે હજુ એ શીખવાનું બાકી છે કે સંશોધનવૃત્તિને વિજ્ઞાનિક વલણથી અંકુશમાં આણવાની છે. એમના કેટલાય દેશવાસીઓની જેમ પ્રારબ્ધવાદ પ્રત્યે ખાસ રૂચિ ધરાવતા મારા સાથી એ સંબંધમાં કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ કરે તો તેમને ખુલ્લા મનથી વિચારવાની મારી તૈયારી હતી.
બીજે દિવસે એ સ્નેહાળ સંપર્કને પરિણામે હું સપાટ છાપરાંવાળાં મકાનના સમૂહની વચ્ચેથી પસાર થતી એક સાંકડી વાંકીચૂંકી શેરીમાં આવી પહોંચ્યો. એક સાધારણ, જૂના પથ્થરના બાંધેલા મકાન પાસે આવીને અમે ઊભા રહ્યા. અંધારા, નીચા છાપરાવાળા માર્ગથી આગળ વધી, માંડ ચાલી શકાય તેટલા પહોળાં પગથિયાં ચડીને એમની પાછળ પાછળ હું ચાલવા માંડ્યો. પછી એક નાના ઓરડામાંથી પસાર થઈને અમે અંદરના વિશાળ ચોકની એાસરીમાં આવી પહોંચ્યા. એ ચેકની ચારે તરફ ઘર બાંધવામાં આવેલું.
સાંકળે બાંધેલો કૂતરો અમને જોઈને જોરશોરથી ભસવા લાગ્યો. ઓસરીમાં મેટાં ફૂડની હાર હતી. તેમાં ફૂલ વગરના છોડ ઉગાડેલા
Page #301
--------------------------------------------------------------------------
________________
૩૧૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
હતા. અંધારા, ગરમ, ઓરડામાં મેં મારા સાથીની પાછળ પાછળ પ્રવેશ કર્યો અને એના ઉંબરા પર પડતાંપડતાં બચ્યો પણ ખરો. નીચે નમતી વખતે મેં જોયું તે ઓસરીની જમીન પરની જેમ જ એારડાની કાચી જમીન પર પણ છૂટથી પાણી છાંટવામાં આવ્યું હતું. મને નવાઈ લાગી કે જ્યોતિષી પોતાના ગ્રહોના અભ્યાસમાંથી સમય કાઢી છોડવા ઉછેરીને રાહત મેળવે છે કે શું?
મારા સાથીએ જ્યોતિષીને માટે બૂમ પાડી. જુની દીવાલાએ એમના નામને પડઘો પાડ્યો. બેત્રણ મિનિટ રાહ જોઈને એ વેરાન જેવા દેખાતા મકાનની શાંતિને વચ્ચેવચ્ચે ભંગ કરતાં અમે કૂતરાંના ભસવા સાથે જ્યોતિષીને ફરી બૂમો પાડવા માંડી. ઉપલે માળે કાઈના ચાલવાને અવાજ સંભળાયો ત્યારે મને કાંઈક રાહત થઈ. થોડી વારમાં કોઈને અસ્પષ્ટ પદરવ અમારા એરડાની પાસે આવતો સાંભળી શકાય.
એટલામાં તો એક હાથમાં મીણબત્તી અને બીજા હાથમાં ચાવીઓના ઝૂમખા સાથેની એક નાના કદની વ્યક્તિ ઉંબરા પર આવીને ઊભી રહી. એ પછી ઝાંખા પ્રકાશમાં ટૂંકે વાર્તાલાપ થયો, અને તિષીએ બીજું બારણું ઉઘાડયું એટલે એમાંથી અમે આગળ વધ્યા. બે મોટા પડદા એમણે એક તરફ ખસેડ્યા અને ગેલેરીમાં પડતી બારીઓ ઉઘાડી.
એ ઉઘાડેલી બારીમાંથી પડેલા પ્રકાશને લીધે તિષીની મુખાકૃતિ એકાએક પ્રકાશી ઊઠી. મેં એક એવા માણસને જોયા જેની આકૃતિ મૃત્યુલેક કરતાં પ્રેતકને વધારે મળતી આવતી હતી. વિચારના ગંભીર વમળમાં અટવાયેલા એવા માણસને મેં એ પહેલાં
ક્યારેય નહોતા જોયા. એમનું નિર્જીવ વદન, છેક જ પાતળું શરીર અને અલૌકિક ધીમું હલનચલન સાથે મળીને કાઈક વિલક્ષણ અસર ઉત્પન્ન કરતું હતું. એમની આંખની કીકીઓની ધોળાશ એની સાથેની કાળાશથી એવી તે અલગ તરી આવતી કે એવી છાપ વધારે ને વધારે પ્રબળ બનતી,
Page #302
--------------------------------------------------------------------------
________________
ગ્રહોના લેખ
૩૧૯
કાગળોથી છવાયેલા એક મોટા ટેબલ પાસે એમણે બેઠક લીધી. મને ખબર પડી કે એ પ્રમાણમાં ઠીક ઠીક કહી શકાય એવું અંગ્રેજી બોલી શકે છે, છતાં દુભાષિયાને વચ્ચે રાખ્યા વગર મારી સાથે સીધી જ વાત કરવા માટે થોડી સમજાવટ પછી જ હું એમને તૈયાર કરી શક્યો.
મહેરબાની કરીને સમજી લે કે હું માનનાર તરીકે નથી આવ્યો; પરંતુ તપાસ કરનારા તરીકે આવ્યો છું.” મેં શરૂ કર્યું.
એમણે માથું હલાવ્યું.
હું તમારી કુંડળી તૈયાર કરી બતાવીશ. પછી તમને સંતોષ થયો કે નથી થયો તે જણાવજો.”
“તમારી ફી કેટલી છે ?”
મારે ચાર્જ ચોકકસ નથી. કેટલાક સારી સ્થિતિવાળા લેકે મને સાઠ રૂપિયા આપે છે, તો કેટલાક બીજા વીસ રૂપિયા આપે છે. શું આપવું તે તમારા પર છોડું છું.'
મેં એમની આગળ ચોખવટ કરી લીધી કે ભવિષ્યની ચિંતાવિચારણું કરતાં પહેલાં મારો વિચાર એમના ભૂતકાળના જ્ઞાનની કસોટી કરવાનો છે. મારી વાત સાથે એ સંમત થયા.
ડાક વખત સુધી મારી જન્મતારીખ પરથી એમણે કાંઈક ગણતરી કરવા માંડી. દસેક મિનિટ પછી પોતાની ખુરસી પાછળની જમીન પર વાંકા વળીને તાડપત્રોનાં લખાણે તથા પીળા જેવા કાગળોના અવ્યવસ્થિત ઢગલામાંથી એમણે કાંઈક શોધવા માંડયું. આખરે એમણે જૂનાપુરાણું લંબચોરસ કાગળોનું નાનું બંડલ કાઢયું. પછીથી કાગળ પર વિચિત્ર લાગતી આકૃતિ દોરીને એમણે શરૂ કર્યું :
તમારા જન્મ વખતના ગ્રહોને આ નકશે છે. આ સંસ્કૃત શબ્દ નકશાના દરેક ભાગને અર્થ બતાવે છે. હવે ગ્રહો જે કહે છે તે જણાવું.
Page #303
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
આખાય નકશાને એમણે સંભાળપૂર્વક તપાસી જોયા. એ જૂના કાગળામાંના એક કાગળ પણ જોઈ લીધેા, અને એમના વ્યક્તિત્વને છાજે તેવી રીતે ઉત્તેજના વગરના મંદ સ્વરે ફરીથી કહેવા માંડયું : તમે પશ્ચિમમાંથી આવેલા લેખક છે! એ સાચું છે ? ’ મેં સંમતિસૂચક માથું હલાવ્યું,
'
૩૨૦
એ પછી એમણે મારી યૌવનાવસ્થા વિશે કહેવા માંડયુ' ને મારા શરૂઆતના જીવનની કેટલીક ઘટનાએ કહી બતાવી. મારા ભૂતકાળના બધા મળીને એમણે સાત મહત્ત્વના મુદ્દા કહી બતાવ્યા. એમાંના પાંચ તદ્દન સાચા હતા પરંતુ ખીજા બે સાવ ખેાટા. એવી રીતે એમની શક્તિના મૂલ્ય કે અમૂલ્યને અંદાજ મે` કાઢી લીધો. એ પુરુષની પ્રામાણિકતા પારદર્શક હતી. મને ખાતરી થઈ કે એ રાદાપૂર્વક કાઈને છેતરી શકે તેમ નથી. શરૂઆતની કસોટીમાં પંચેાતેર ટકા સફળતા એ બતાવવા માટે ખરેખર પૂરતી છે કે હિંદુ જ્યોતિષશાસ્ત્રના લાભ લેવા જેવા છે; પરંતુ એ એવું પણુ બતાવે છે કે એ એક ચેાસ, ભૂલ વગરનુ શાસ્ત્ર નથી.
સુધી બાઝુએ પેાતાના છૂટાછવાયા કાગળા પર એક વાર ફરી દૃષ્ટિપાત કર્યાં અને કાંઈક વધારે ચાકસાઈપૂર્વક મારું વ્યક્તિત્વ વર્ણવવા માંડયું. એ પછી મારા ધંધાના સ્વીકાર માટે મને પ્રેરિત કરનારી અને અનુકૂળ એવી માનસિક યેાગ્યતાએનું એમણે આલેખન ક: એ વખતે પણ પેાતાના બુદ્ધિવાદી મસ્તકને ઊંચું કરી એમણે પૂછ્યું કે · મેં બરાબર કહ્યું ?' ત્યારે એમના શબ્દો સામે હું વાંધો
ન ઉઠાવી શકયો.
( એમની એક ભવિષ્યવાણી મેં એ જ વખતે શાંકાશીલ વૃત્તિથી એકદમ અશક્ય માનીને નકારી કાઢેલી, તે હવે સાચી પડી છે; પરંતુ એક બીજી ઘટના એમની આપેલો તારીખે ન બની. ખીજી ભવિષ્યવાણીએ કાળની સેાટી માટે હજુ રાહ જોતી ઉભી રહી છે. )
Page #304
--------------------------------------------------------------------------
________________
ગ્રહોના લેખ
-
૩ર૧
કાગળે ભેગા કરીને એમણે આકૃતિને શાંતિપૂર્વક અભ્યાસ કરી છે અને ભવિષ્યકથન કરવા માંડયું.
“દુનિયા તમારા ઘર જેવી થઈ જશે. તમે મટીમેટી મુસાફરીઓ કરશે, અને એ છતાં પણ કલમને સાથે રાખીને લેખનકાર્ય કરતા રહેશે.” અને એની પરંપરામાં બીજુ જે કાંઈ થવાનું હતું તે પણ કહી બતાવ્યું. પરંતુ એમની ભવિષ્યવાણી પરથી કઈ જાતતપાસને નિયમ બાંધી ન શકાયો તેથી તેમને ગ્રહોના લેખ તરીકે જ માનીને છેડી દેવામાં સંતોષ માન્યો.
છેલ્લા શબ્દો કહીને એમણે મને સંતોષ થયો કે નહિ તે પાછું પૂછી જોયું. આ આશ્ચર્યકારક પૃથ્વી પરનાં મારાં છેલ્લાં ચાળીસ વરસોનું એમણે કરેલું મોટા ભાગનું સાચું વર્ણન, અને મારી મનોદશાનું નિરૂપણ કરવા માટેનો એમને લગભગ સંપૂર્ણ કહી શકાય તેવો સફળ પ્રયાસ, એ વસ્તુઓને લીધે હું જે ટીકાઓ સાથે તૈયાર થઈને આવે તે ટીકાઓ તદ્દન શાંત થઈ ગઈ.
મને મારી જાતને પૂછવાનું મન થયું કે “આ માણસ કઈ જાતનું સાહસ તો નથી કરતા? થોડીક અનુમાનવૃત્તિને આધાર લીધા સિવાય એમની ભવિષ્યવાણીમાં બીજું કઈ જ વિશિષ્ટ તત્વ નથી રહેલું ?” પરંતુ મારે નિખાલસપણે કબૂલ કરવું જોઈએ કે એમની ભવિષ્યવાણી એ મને પ્રભાવિત કર્યો. તે છતાં એમનું કશુંક મૂલ્ય છે કે કેમ તે ફક્ત કાળ જ કહી બતાવશે.
નસીબને અંધકારભરેલા વિષય તરફનું મારું વલણ પાતળાં પત્તાંના ઘરની પેઠે ગબડી પડવાનું હતું ? એ વિશે મારાથી શું કહી શકાય ? બારી પાસે જઈને સામેના મકાન તરફ જોતો તથા મારા ગજવામાંના ચાંદીના રૂપિયાને અવાજ કરતે હું ઊભો રહ્યો. છેવટે મારી બેઠક પર આવીને મેં તિષીને પ્રશ્ન કર્યો?
ગ્રહ આટલે દૂર રહીને મનુષ્યના જીવનને અસર પહોંચાડે છે એ વાત તમને શક્ય શા માટે લાગે છે?” એમણે ધીમેથી ઉત્તર
Page #305
--------------------------------------------------------------------------
________________
કર
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
ઃ
આપ્યા : દૂરના ચંદ્રને લીધે સમુદ્રનાં મેાામાં ભરતી અને એટ નથી થતા ? સ્ત્રીના શરીરમાં પ્રત્યેક મહિને ફેરફાર નથી થતા ? સૂર્યની ગેરહાજરી લેાકેામાં નિરાશા કે ઉદાસીનતાની વૃત્તિ પેદા નથી કરતી ?’ જરૂર. પરંતુ એના પરથી જ્યાતિષના દાવાને માન્ય ન કરી શકાય. મારી નૌકા તૂટી પડે કે ન તૂટે તે માટે મંગલ કે ગુરુના ગ્રહે શા માટે લેશ પણ દરકાર રાંખવી જોઈએ ?
.
એ મારી તરફ તદ્દન અવિક્ષુબ્ધ વદને જોઈ રહ્યા.
6
ગ્રહીને તમે આકાશમાં રહેલા પ્રતીકરૂપે માના તે વધારે ડીક રહેશે. ખરું જોતાં એ આપણને અસર નથી કરતા, પરંતુ આપણાં ભૂતકાળનાં કર્માં અસર કરે છે.’ એમણે ઉત્તર આપ્યા : ‘માણુસ ફરીફરી જન્મે છે અને પ્રત્યેક જન્મમાં એનું ભાગ્ય કે પ્રારબ્ધ એની સાથે રહે છે એ સિદ્ધાંત નહિ સ્વીકારા ત્યાં સુધી યાતિષના વાજબીપણાને તમે કદી પણ નહિ સમજી શકેા. એક જન્મમાં પોતાનાં બૂરાં કર્માનું ફળ એને ન મળે તેા બીજા જન્મમાં જરૂર મળે છે. એક જીવન દરમિયાન પેાતાનાં સારાં કર્મોનું શુભ ફળ એને ન મળે તે બીજા જન્મમાં તા જરૂર મળે છે. માણસના આત્મા પરિપૂર્ણ થતાં સુધી આ પૃથ્વી પર અવારનવાર આવ્યા કરે છે. એ સિદ્ધાંતના સ્વીકાર સિવાય જુદાજુદા લેાકેાનાં ભિન્નભિન્ન ભાગ્ય કેવળ અકસ્માત, તર્ક કે દુર્ભાગ્યરૂપ માનવાં પડશે. ન્યાયી ઈશ્વર કે દેવ એવું કેમ ચાલવા દે? નહિ. અમારી માન્યતા છે કે માણસનું મૃત્યુ થાય છે ત્યારે એની ઇચ્છાએ, લાલસા, એના વિચારા અને એનું ચારિત્ર્ય સ્થૂલ શરીરમાં પ્રવેશીને નવજાત શિશુના રૂપમાં આપણી સામે ન આવે ત્યાં સુધી ટકી રહે છે. આગલા જન્મમાં કરાયેલાં શુભાશુભ કર્મોનું સારું કે ખરાબ ફળ વમાન જન્મમાં અથવા ભાવિ જન્મામાં પણ ભેગવવું પડે છે. અમારે ત્યાં ભાગ્યના ખુલાસા એવી રીતે કરવામાં આવે છે. મે તમને કહ્યું કે એક દિવસ તમારી નૌકાના નાશ થવાથી તમારા જીવનમાં સમુદ્રમાં ડૂબવા ગ ંભીર ભય ઊંભે થશે, એને અ
Page #306
--------------------------------------------------------------------------
________________
ગ્રહોના લેખ
ફરક
એ છે કે પૂર્વજન્મમાં તમે કરેલા કાઈક કુકર્મને પરિણામે, ઈશ્વરે પિતાના ન્યાયરૂપે, તમારે માટે એ જ ભાવિ નક્કી કરેલું છે. ગ્રહોના દબાણને લીધે તમારી નૌકાને નાશ નથી થવાને. એ તો તમારાં પૂર્વકનું અટળ પરિણામ છે. ગ્રહો અને એમની દશા તે એ ભાવિને હેવાલ રજૂ કરે છે. એ હેવાલ એ શા માટે રજૂ કરે છે એ હું નથી કહી શકતો. કોઈ પણ સામાન્ય માનવનું મગજ જયોતિષની શોધ કરી શક્યું ન હોત. માનવીના હિત માટે જૂના જમાનાના મહર્ષિઓએ એને પ્રકટ કરેલું. એવી રીતે એને લાભ લાંબા વખતથી મળતો રહ્યો.”
દેખીતી રીતે સાચા લાગતા એ ઉગારે સાંભળ્યા પછી એના પર શું ટિપ્પણ કરવું તેની સમજ મને ન પડી. માણસના આત્મા અને ભાવિને એમણે ભાગ્યના ખીલા સાથે બાંધી દીધું; પરંતુ કોઈ પણ તંદુરસ્ત પશ્ચિમવાસી પિતાને કેઈ સ્વતંત્ર ઇચછાશક્તિની માલિકીથી વંચિત કરે તે નહિ સાંખી લે. શક્તિશાળી પશ્ચિમવાસીમાંથી કઈ વ્યક્તિ એ માન્યતાને લીધે ઉત્સાહિત થશે કે પોતાની સ્વતંત્ર પસંદગી નહિ પરંતુ ભાગ્યે જ એને આગેકદમ કરવા પ્રેરિત કરે છે ? એ પાતળા શરીરવાળા, શેખચલી જેવા દેખાતા, ગ્રહમંડળનાં રહચોથી ભરેલા પુરાણું કાગળોમાં વિહાર કરતા, ફીકા માનવને હું આશ્ચર્યચકિત નેત્રે જોઈ રહ્યો.
તમને ખબર છે, મેં તેમને કહેવા માંડયું, “કે દક્ષિણના કેટલાક પ્રદેશોમાં જ્યોતિષીઓને ધર્મગુરુઓથી બીજા નંબરનું માન આપવામાં આવે છે અને એમની પહેલેથી સલાહ લીધા વિના કોઈ પણ મહત્વનું કામ કરવામાં આવતું નથી ? અમે અંગ્રેજો એવી પરિસ્થિતિ જોઈને હસીએ છીએ કેમ કે ભવિષ્યકથનની પદ્ધતિઓમાં અમે એટલે રસ નથી લેતા. અમને એવું વિચારવાનું ગમે છે કે આપણે સ્વતંત્ર વ્યક્તિએ છીએ અને નિર્દય દેવના લાચાર શિકાર નથી.
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૨૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
જ્યાતિષીએ પેાતાનું મસ્તક હલાવ્યુ`.
હિતાપદેશ નામના અમારા એક પ્રાચીન પુસ્તકમાં આવ્યું છે કે માણસના લલાટમાં લખાયેલા વિધિના લેખને કાઈ પણ મિથ્યા નથી કરી શકતું.’
6
પેાતાના શબ્દોને શાંત થવા દઈને એમણે ક્રૂર • તમારાથી શું કરી શકાય તેમ છે? આપણે
*
કહ્યું :
આપણાં કર્માનાં
ફળ ભાગવવાં જ જોઈએ.’
પરંતુ એ નિવેદન મને શંકાસ્પદ લાગ્યું. મારી એવી છાપ મેં કહી બતાવી પણ ખરી.
વ્યક્તિગત ભાગ્યાના પયગંબર પેાતાની ખુરશીમાંથી ઊભા થયા. મે એને સૂચનારૂપ સમજીને એમની રજા લેવાની તૈયારી કરી. એમણે ગંભીર ને ધીમા સ્વરે કહેવા માંડયું :
• બધું ઈશ્વરના હાથમાં છે. કાઈ અથવા કશું એનાથી છૂટી શકે તેમ નથી. આપણામાંથી સાચા અર્થમાં મુક્ત કાણુ છે? ઈશ્વર ન હેાય એવી કઈ જગ્યાએ આપણે જઈ શકીએ છીએ ?’ બારણા પાસે જઈ પહેાંચીને એમણે સકાચ સાથે ઉમેયુ : તમે ફરી વાર આવવા ઇચ્છતા હૈ। તે! આપણે આ પામતાની વિશેષ ચર્ચા કરી શકીશું.'
'
r
મે' એમના આભાર માનીને એમના આમંત્રણનો સ્વીકાર કર્યો. ઠીક ત્યારે. આવતી કાલે સાંજે સૂર્યાસ્ત પછી લગભગ છ વાગ્યે હું તમારી રાહ જોઈશ.’
×
×
X
બીજે દિવસે સાંજે જ્યાતિષીને ધેર પહેાંચી ગયા. એ જે કાંઈ કહે તે બધુ જ સ્વીકારી લેવાના મારા ઇરાદેા નહેાતા; પરંતુ એને અસ્વીકાર કરવાની કાઈ યેાજના પણ મે નહેાતી બનાવી. હું સાંભળવા માટે ગયેા હતેા અને શકય હોય તે શીખવા માટે પણુ, જો કે પાછલી વસ્તુના આધાર એમનાં નિવેદને ને
Page #308
--------------------------------------------------------------------------
________________
ગ્રહોના લેખ
૩૫
અનુભવથી કેટલા પ્રમાણમાં સાચાં ઠરાવી શકાય છે એના પર હતો. અને એ વખતે જે પૂરતાં મજબૂત કારણે આપવામાં આવે તો જ પ્રયોગો કરવા માટે હું તૈયાર હતો છતાં મારી કુંડળી પરથી કહીં બતાવેલા ફળાદેશે મને એવું માનવા પ્રેરિત કર્યો હતો કે હિંદુ જ્યોતિષશાસ્ત્ર કેઈ અંધશ્રદ્ધાથી ભરેલું અર્થ વગરનું ટાયલું નથી, અને એમાં ઊંડા સંશોધન માટે અવકાશ રહેલો છે. એ વિચાર મારા એ વખતના વલણની હદ બતાવતો હતો. '
એમના લખવા માટેના મોટા ટેબલ આગળ અમે એકમેકની સામે બેસી ગયા. અમારા પર તેલને દીવાને આછો પ્રકાશ પડવા માંડો. ભારતનાં બીજાં લાખો ઘરે એ વખતે રાતે એવી જ રીતે પ્રકાશિત થતાં હતાં.
“મારા ઘરના ચૌદ એરડા છે. જ્યોતિષીએ મને કહ્યું : એ મોટે ભાગે સંસ્કૃતમાં લખેલી પુરાણી હસ્તપ્રતોથી ભરેલા છે. એના પરથી સમજાશે કે એકલા રહેવા છતાં મારે આવા મોટા. ઘરની જરૂર શા માટે છે. આવો, અને મારા સંગ્રહને જોઈ લે.'
દીવાલે લટકતું ફાનસ લઈને એ બીજા ઓરડાને રસ્તો બતાવતા આગળ વધ્યા. દીવાલોની આગળ ખુલી_પેટીએ—પડેલી, એમનામાંથી એકમાં મેં દષ્ટિ ફેંકી તો તે કાગળે તેમ જ પુસ્તકાથી ભરેલી લાગી. એારડાની ફરસ ઢગલાબંધ પુસ્તકે, તાડપત્રો પરની હસ્તલિપિનાં બંડલ અને વખતના વીતવા સાથે ઝાંખાં પડી ગયેલાં પૂઠાંવાળા ગ્રંથોથી ઢંકાઈ ગયેલી હતી. મેં એક નાનકડું બંડલ મારા હાથમાં લીધું. એનું પ્રત્યેક પૃષ્ઠ ઝાંખા અને ન સમજી શકાય તેવા લખાણથી ભરેલું હતું. કમેકમે અમે બધાય ઓરડામાં ફરી વળ્યા અને બધે એવું જ દશ્ય નજરે પડયું. જ્યોતિષીનું પુસ્તકાલય એકદમ અવ્યવસ્થિત લાગ્યું. એમણે મને ખાતરી આપી કે એ પ્રત્યેક પુસ્તક અને કાગળથી સુપરિચિત છે. મને લાગ્યું કે
ભા. આ. ૨. ખે. ૨૧
Page #309
--------------------------------------------------------------------------
________________
ગ્રહના લેખ
૩ર૭
* એમણે મક્કમતાથી માથું ધુણાવ્યું.
“ના. કેઈ હલકી જાતની સ્ત્રી મારી રાઈ ન બનાવી શકે. એવી સ્ત્રીને રસોઈ બનાવવાની રજા આપવા કરતાં તે હું એક મહિને ખોરાક ન લેવાનું જ વધારે પસંદ કરું. મારી રસોઈયણની તબિયત સારી થાય ત્યાં સુધી મારે રાહ જોવી જોઈશે. પરંતુ એ એકાદ બે દિવસમાં આવી પહોંચશે એવી ધારણા છે.”
મેં એમના તરફ ધ્યાનપૂર્વક નજર કરી તો મને જણાયું કે એમના શરીર પર બ્રાહ્મણની જોઈ છે. એમની હડપચી પાસેથી પસાર થતી ત્રણ દેરાવાળી વણેલી જોઈ બ્રાહ્મણના પ્રત્યેક છોકરાને પહેરાવવામાં આવે છે અને આખી જિંદગી સુધી કાઢવાની નથી હતી. એટલે એ બ્રાહ્મણ છે એવી ખાતરી થઈ.
ઉપરચેટિયા અંધશ્રદ્ધાવાળા જ્ઞાતિબંધનથી શા માટે હેરાન થાએ છે?” મેં એમને આગ્રહપૂર્વક વિનંતિ કરી: “તમારું સ્વાથ્ય એના કરતાં ખરેખર વધારે અગત્યનું છે.”
એ અંધશ્રદ્ધા કે વહેમ નથી. તમારા પશ્ચિમના વિજ્ઞાનનાં સાધને એ હજુ એની શેાધ નથી કરી, છતાં દરેક વ્યક્તિ એક જાતને તદ્દન વાસ્તવિક લેહચુંબક જેવો પ્રભાવ પાડતી હોય છે. રસોઈ બનાવનાર રસોઈયણ, અલબત્ત, અજ્ઞાત રીતે પણ એના પર પિતાની અસર પાડતી હોય છે. હલકા ચારિત્ર્યની રસોઈ બનાવ. નારી વ્યક્તિ પોતાની ખરાબ અસરથી ખોરાકને દૂષિત કરે છે. એ અસર એ ખોરાક ખાનારના શરીરમાં દાખલ થાય છે.
કેટલે ગજબને સિદ્ધાંત !” “પરંતુ એ સાચે છે.' મેં વિષયાંતર કરતાં પૂછ્યું : તમે કેટલાં વરસથી જ્યોતિષનું કામ કરે છે ?' ઓગણીસ વરસથી. મારા લગ્ન પછી મેં આ કામ ચાલુ કર્યું.'
Page #310
--------------------------------------------------------------------------
________________
કરદ
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
એમના ઘરમાં હિન્દુસ્તાનનું ડહાપણુ એકઠું થયું છે. ભારતની મેાટા ભાગની ગુપ્ત વિદ્યાએ એ સંસ્કૃત પ્રથામાં અને જૂની હસ્તપ્રતાની હારમાળાનાં લગભગ દુષ્ય જેવાં પૃષ્ઠમાં શું સાચેસાચ સમાયેલી હશે ?
અમે અમારી ખુરશી પર પાછા ફર્યા ત્યારે એમણે મને કહેવા માંડયું :
·
· એ હસ્તપ્રતા ને ગ્રંથા ખરીદવામાં મારું લગભગ બધુ... જ ધન ખરચાઈ ગયુ` છે. એમાંના કેટલાક તે! દુભાવાથી એમને માટે મારે મોટી કિંમતેા ચૂકવવી પડી છે. એને લીધે હું આજે ઘણા જ ગરીબ બની ગયા છુ.’
"
એમાં કયા વિષયાના સમાવેશ કરવામાં આવ્યા છે?
"
• એમાંથી ઘણા યાતિષને લગતા છે, જ્યારે બીજા કેટલાકમાં માનવજીવન તથા દૈવી રહસ્યાના ઉલ્લેખ કરવામાં આવ્યો છે.' ત્યારે તમે શું તત્ત્વજ્ઞાની પણ છે ? ’
એમના પાતળા ચહેરા પર આછું સ્મિત ફરી વળ્યુ....
"
જે માણસ સારા તત્ત્વજ્ઞાની નહિ હૈાય તે નબળા જ્યોતિષી પુરવાર થશે.
'
મને માફ કરજો, પરંતુ હું આશા રાખું છું કે તમે એ બધા ગ્રંથાનું વધારેપડતું વાચન નહિ કરતા હેા. તમને હું પહેલવહેલા મળ્યા ત્યારે તમારી ક્રીકાશ જોઈને મને અખા થયેલે.'
.
એમાં નવાઈ જેવું કશું નથી.' એમણે શાંતિથી ઉત્તર આપ્યા : મેં છ દિવસથી ભેાજન નથી કર્યું.'
"
મેં એનું કારણ પૂછ્યું.
‘ એની પાછળ પૈસાનું કારણ નથી. જે બાઈ રાજ મારી રસાઈ બનાવવા આવે છે તે માંદી છે. એ છ દિવસથી નથી આવી. • તા પછી કાઈ બીજી ખાઈને કેમ નથી ખેાલાવતા ?”
Page #311
--------------------------------------------------------------------------
________________
૩૨૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ઓહ! હું સમજ્યો.”
ના. હું વિધુર નથી. હું સમજાવું ? મારી ઉંમર તેર વરસની હતી ત્યારે જ્ઞાનને માટે ઈશ્વરને અવારનવાર પ્રાર્થના કરે. અને એને પરિણામે મને જ્ઞાન આપનારા જુદા જુદા પુરુષની તથા જુદાજુદા ગ્રંથની પ્રાપ્તિ થઈ. અભ્યાસનો રસ મને એટલો બધે લાગે કે આખો દિવસ અને મોડી રાત સુધી હું વાંચ્યા કરતો. મારાં માતાપિતાએ મારા લગ્નની ગોઠવણ કરી. અમારા લગ્ન પછી થોડાક દિવસે મારી પત્ની મારા પર ક્રોધે ભરાઈને કહેવા લાગી ?
મારું લગ્ન એક પુસ્તક-પુરુષ સાથે થયું છે ! ' આઠમે દિવસે એ અમારી ગાડી હાંકનાર ગાડીવાન સાથે નાસી ગઈ.”
સુધીબાબુ જરાક અકળ્યા. જો કે એમની પત્નીની એટલી જલદથી નાસી જવાની ક્રિયાએ રૂઢિવાદી ભારતમાં ખળભળાટ મચાવી દીધો હશે, તો પણ એમની પત્નીની આકરી ટીકા મને હસાવ્યા વિના નરહી શકી. પરંતુ સ્ત્રીઓનાં ચારિત્ર્ય કષ્ટપ્રદ ને મનુષ્યમનથી ન સમજી શકાય એવાં ગહન હોય છે.
થોડા વખત પછી એ આઘાતમાંથી મુક્તિ મેળવીને હું એને ભૂલી ગયો.” એમણે આગળ ચલાવ્યું: “મારી સઘળી લાગણીઓ સુકાઈ ગઈ. પછી તો હું દૈવી રહો અને જ્યોતિષના અભ્યાસમાં વધારે ને વધારે ઊંડો ઊતરતો ગયે. એને પરિણામે જ મેં બ્રહ્મચિંતા નામના પુસ્તકનું મોટામાં મોટું અભ્યાસકાર્ય શરૂ કર્યું.”
તે પુસ્તક શાની સાથે સંબંધ ધરાવે છે તે કહી શકશે ?”
“એના મથાળાને અનુવાદ દૈવી ધ્યાન, બ્રહ્મની શોધ, અથવા ઈશ્વરીય જ્ઞાન એ કરી શકાય. એ આખીય કૃતિ બધાં મળીને સાત હજાર પૃથ્યની છે, પરંતુ એને પહેલા ભાગને અભ્યાસ કેવળ પરિચય પૂરતો છે. એ બધી સામગ્રી છૂટાછવાયા રૂપમાં આમતેમ વિખરાયેલી હોવાથી એને એકઠી કરતાં મને આશરે વીસ વરસ લાગી ગયાં. ભારતના જુદાજુદા પ્રાંતોમાંના પ્રતિનિધિઓ મારફત
Page #312
--------------------------------------------------------------------------
________________
ગ્રહોના લેખ
૩૨૯
મેં એના જુદાજુદા ભાગે ધીરજપૂર્વક ભેગા કર્યા છે. એ કૃતિના વિષયના બાર મુખ્ય વિભાગ અને બીજા અનેક પેટાવિભાગો છે. એમાંના મુખ્ય વિષય તત્વજ્ઞાન, જ્યોતિષ, ગ, મૃત્યુ પછીનું જીવન અને બીજી ગહન વસ્તુઓ છે.”
એ પુસ્તકના કેઈ અંગ્રેજી અનુવાદની તમને ખબર છે?” એમણે માથું ધુણાવ્યું.
“મેં કાઈ પણ અનુવાદ વિશે નથી સાંભળ્યું. એ પુસ્તકના અસ્તિત્વની જાણ હિન્દુઓમાં પણ બહુ થાડાને છે. અત્યાર સુધી એને અત્યંત સંભાળપૂર્વક ને ગુપ્ત રાખવામાં આવ્યું છે. મૂળ તે એ તિબેટમાંથી આવ્યું છે. ત્યાં એને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, અને ફક્ત ગણ્યાગાંઠયા પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને જ એનો અભ્યાસ કરાવવામાં આવે છે.
એ ક્યારે લખાયું ?”
એની રચના હજારે વરસ પહેલાં ભગુ ઋષિએ કરેલી. એમને થયે એટલો બધો વખત થયો છે કે હું તમને કઈ તારીખ નથી આપી શકતો. ભારતમાં પ્રવર્તમાન એવી યોગપતિ કરતાં તદ્દન જુદા જ પ્રકારની યોગપદ્ધતિનું એ શિક્ષણ આપે છે. તમને યોગમાં રસ છે, ખરું ?”
તમે તે કેવી રીતે જાણ્યું ?”
એના ઉત્તરરૂપે સુધીબાબુએ મારી જન્મતારીખની આસપાસ તૈયાર કરેલ નકશો રજૂ કર્યો, અને રાશિચક્ર તથા ગ્રહોનાં સ્થાનોનો નિર્દેશ કરતી વિચિત્ર રેખાત્મક આકૃતિઓ પર પોતાની પેનસિલ ફેરવવા માંડી. - “તમારી કુંડળી મને ચકિત કરે છે. એક અંગ્રેજ માટે એ એક અસામાન્ય તથા ભારતવાસી માટે પણ અસાધારણ કુંડળી છે. એના પરથી નિર્દેશ મળે છે કે તમારી અંદર યુગ શીખવાની ઘણી મોટી વૃત્તિ રહેલી છે અને તમે એવા સંતને અનુગ્રહ મેળવશે, જે
Page #313
--------------------------------------------------------------------------
________________
૩૩૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
તમને એ વિષયમાં ઊંડે ઊતરવામાં મદદ કરશે. એ છતાં તમારી જાતને માત્ર યોગ પૂરતી સીમિત રાખવાને બદલે તમે બીજી ગૂઢ વિદ્યાઓમાં પણ પારંગત થશે.”
એ અટક્યા અને મારી આંખમાં દષ્ટિ સ્થિર કરીને જોવા માંડ્યા. મને એવી સૂક્ષ્મ લાગણી થવા માંડી કે એ એક એવું નિવેદન કરવા માગે છે જે એમના અંતરંગ જીવનના અનુભવની અભિવ્યક્તિ બરાબર હશે.
સંતે બે જાતના હોય છે : એક તો જે પિતાના જ્ઞાનનો ઉપયોગ સ્વાર્થી થઈને પિતાને માટે જ કરે છે, અને જે પ્રકાશ કે જ્ઞાનની પ્રાપ્તિ પછી એની ઈચ્છાવાળા બીજાને તે છૂટથી વહેંચે છે. તમારી કુંડળી બતાવે છે કે તમે પૂર્ણ પ્રકાશની પ્રાપ્તિની લગભગ તૈયારીમાં છે, અને એટલા માટે મારાં વચને નિરર્થક નહિ જાય. તમને મારું જ્ઞાન આપવા હું તૈયાર છું.”
ઘટનાચક્ર આવી વિચિત્ર રીતે બદલાયું. એથી હું આશ્ચર્યચકિત બની ગયા. સુધીબાબુ પાસે હું સૌથી પહેલાં ભારતીય જ્યોતિષશાસ્ત્રના એમના દાવાઓની ચકાસણી કરવા આવેલ. એનાં મૂળભૂત અનુમાનેના સંબંધમાં એમને વિશેષ બચાવ સાંભળવા ફરી આવેલે. અને હવે એમણે અણધારી રીતે મારા યોગના ગુરુ થવાની માગણી કરી!
બ્રહ્મચિંતાની પદ્ધતિઓને જો તમે અભ્યાસ કરશે તો તમારે કઈ ગુરુની જરૂર નહિ રહે. એમણે કહેવા માંડયું : “તમારે આત્મા જ તમારે ગુરુ બની રહેશે.”
મારી ભૂલનું એકાએક ભાન થયું અને નવાઈ લાગી કે એમણે મારા વિચારે વાંચી લીધા કે શું !
તમારી વાતથી મને નવાઈ થાય છે. મારાથી એટલું જ કહી શકાયું.
મેં ડાક પુરુષને આ જ્ઞાન પૂરું પાડ્યું છે. પરંતુ હું મારી જાતને એમના ગુરુ તરીકે કદી પણ નથી માનતો; ફક્ત
Page #314
--------------------------------------------------------------------------
________________
ગ્રહોના લેખ
૧
એમના ભાઈ કે મિત્ર જેવી જ માનું છું. એટલે ગુરુના સામાન્ય અર્થમાં તમારા ગુરુ થવાની ઈચ્છા મારામાં જરા પણ નથી. ભગ ઋષિને આત્મા મારા તન અને મનને ઉપયોગ કરીને એમને જ્ઞાનપદેશ તમને પૂરે પાડશે એટલું જ.'
જ્યોતિષીના ધંધાને તમે યાગની પદ્ધતિના ઉપદેશ સાથે કેવી રીતે જોડી શકે છે તે મને નથી સમજાતું.'
એમના પાતળા હાથ ટેબલ પર ફેલાવ્યા.
“એને ખુલાસો આવે છે. સંસારમાં રહીને હું જ્યોતિષનું મારું કામ કરીને એની સેવા કરું છું. વળી કેાઈ મને યેગના ગુરુ તરીકે ઓળખે એ મને પસંદ નથી. કારણકે અમારા બ્રહ્મચિંતા ગ્રંથમાં ઈશ્વરને જ ગુરુ માનવામાં આવે છે. અમે કેવળ એને જ ઉપદેશક માનીએ છીએ. એ વિશ્વાત્મારૂપે આપણામાં રહીને આપણને જ્ઞાન આપે છે. તમે ઈચ્છે તે મને ભાઈ માને, પરંતુ આધ્યાત્મિક ઉપદેશક ન માને. જેમને ગુરુ હોય છે તે પોતાના આત્માને બદલે એમના તરફ વધારે વળે છે અને એમના પર વધારે આધાર રાખે છે.”
અને એ છતાં તમે તે માર્ગદર્શનને માટે જ્યોતિષ પર આધાર રાખો છે, તમારા આત્મા પર આધાર નથી રાખતા.” મેં તરત જ ટોણે માર્યો.
તમારી એ માન્યતા બરાબર નથી. હું હવે મારા જન્માક્ષર કદી પણ નથી જેતે. સાચું કહું તો ઘણું વસ પહેલાં મેં એ ફાડી નાખ્યા છે.
એ નિવેદન પ્રત્યે મેં આશ્ચર્ય વ્યક્ત કર્યું ત્યારે એમણે ઉત્તર આપ્યો :
મને પ્રકાશની પ્રાપ્તિ થઈ હોવાથી મને દેરવણી આપવા જ્યોતિષની જરૂર નથી લાગતી, પરંતુ અંધારામાં અટવાતા કેટલાયને એથી મદદ મળે છે. મેં મારું જીવન સંપૂર્ણપણે ઈશ્વરના હાથમાં અર્પણ કર્યું છે. એવા સમર્પણને પરિણામે વર્તમાન તથા ભાવિની
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૩ર
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં.
બધી જ ચિંતા મેં છોડી દીધી છે. ઈશ્વર જે આપે છે તેને સ્વીકાર હું તેની ઈરછારૂપે કરી લઉં છું. એ સર્વશક્તિમાનના ચરણમાં મેં મારું તન, મન, મારાં કર્મો અને મારી ભાવનાઓ અથવા મારું સર્વસ્વ અર્પણ કર્યું છે.'
ધારે કે કેઈક ખૂની લફંગા જેવો માણસ તમને મારી નાખવાની ધમકી આપે તો તમે કાંઈ જ ન કરો અને એને ઈશ્વરની ઇચ્છા તરીકે સ્વીકારી લે ?”
“જ્યારે કોઈ ભય ઉપસ્થિત થાય છે ત્યારે હું જાણું છું કે મારે તે ફક્ત પ્રાર્થના કરવાનું અને તરત જ એનું રક્ષણ મેળવવાનું છે. પ્રાર્થના ઉપયોગી છે પરંતુ બીક બિનજરૂરી છે. મેં વારંવાર પ્રાર્થના કરી છે અને ઈશ્વરે મને અભુત રીતે મદદ કરી છે. મારે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. એ બધામાંથી પસાર થતી વખતે ઈશ્વરની મદદને મને ખ્યાલ હતો. પ્રત્યેક પ્રસંગે મારે વિશ્વાસ ઈશ્વરમાં પૂરેપૂરે ટકી રહે છે. એક દિવસ એવો આવશે જ્યારે તમે પણ ભવિષ્યની ચિંતા કરવાને બદલે એના પ્રત્યે ઉદાસીન બની જશે.'
એવું બને તે પહેલાં મારામાં સેંધપાત્ર ફેરફાર થવો જોઈશે.” મેં શુષ્કતાપૂર્વક કહ્યું.
“એ ફેરફાર જરૂર થશે.”
તમને ખાતરી છે ?”
“હા. તમે તમારા ભાગ્યમાંથી છટકી નહિ શકે. માણસ ઇચ્છે કે ન ઇચછે તેપણુ આધ્યાત્મિક પુનર્જન્મની ઘટના ઈશ્વર તરફથી એને જરૂર આવી મળે છે.”
તમે ઘણી આશ્ચર્યકારક વસ્તુઓ કહી રહ્યા છે, સુધીબાબું!'
ભારતમાંના મારા વાર્તાલાપ દરમિયાન મારે માટે અજ્ઞાત એવી ઈષ્ટ દેવતાની વાત અનેક વાર આવ્યા કરતી હતી. હિંદુઓ
Page #316
--------------------------------------------------------------------------
________________
ગ્રહોના લેખ
૩૩૩
ખરેખર ધાર્મિક હોય છે, અને એ એમની જે ચિરપરિચિત રીતે ઈશ્વરને ઉલ્લેખ કરતા હતા તે રીતથી હું વારંવાર વિમાસણમાં મુકાતો હતો. ગૂંચવાડાભરેલાં કારણેના પ્રવાહમાં જેણે પિતાની સાદી શ્રદ્ધા સમર્પિત કરી છે એવા શંકાશીલ પશ્રિમવાસીના દૃષ્ટિકોણની કદર કરવાનું એમને માટે શક્ય છે ખરું ? મને લાગ્યું કે જ્યોતિષીની સાથે ઈષ્ટદેવતાના એ પ્રશ્નને લઈને દલીલમાં ઊતરી પડવાથી કોઈ જરૂરી હેતુ નહિ સરે. એવી ચર્ચા નિરુપયોગી થઈ પડશે. એમની પાસેથી પિરસાતી કેાઈ સૈદ્ધાંતિક સામગ્રીને સ્વાદ લેવાની મારી મરજી ન હોવાથી એના કરતાં ઓછી વિવાદાસ્પદ ભૂમિકા પર વિષયને ફેરવવાનું મને ઉચિત લાગ્યું.
આપણે બીજા વિષયો પર વાતો કરીએ કારણ કે મારી અને ઈશ્વરની કદી મુલાકાત નથી થઈ.”
એમની આગળપડતી તરી આવતી કાળી ને જોળી આંખથી મારા આત્માને તપાસતા હોય તેમ, એમણે મારી તરફ એકીટશે જેવા માંડયું.
તમારા જન્માક્ષરને નકશે પેટ ન હોઈ શકે અને જેનું મગજ તૈયાર ન હોય તેની આગળ હું મારું જ્ઞાન વ્યક્ત નથી કરતો; પરંતુ ગ્રહો અચૂક રીતે ફર્યા કરે છે. આજે તમે જે નથી સમજી શકતા તે થોડાક વખત સુધી તમારા વિચારમાં પડી રહેશે અને પછી બમણું વેગથી બહાર આવશે. હું તમને ફરીથી કહું છું કે બ્રહ્મચિંતાના માર્ગનું જ્ઞાન આપવાની મારી તૈયારી છે.
અને તેને શીખવાની મારી પણ તૈયારી છે.”
એ પછી બીજી સાંજે જોતિષીના જૂના પથ્થરના ઘરની મુલાકાત લઈને મેં બ્રહ્મચિંતાના પાઠ ભણવા માંડયા. પ્રાચીન તિબેટની યોગપદ્ધતિની એ સાધનાની એ મને દીક્ષા આપતા ત્યારે એમની નાની મુખાકૃતિ પર ફાનસના પ્રકાશનું આછું સ્થિર અજવાળું
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૩૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
પડચા કરતું. મારી સાથેના વ્યવહારમાં એ કદી પણ આધ્યાત્મિક શ્રેષ્ઠતા કે અહંકારી શિક્ષકનું વલણ કરતા નહાતા. એ નમ્રતાના મૂર્તિમંત સ્વરૂપ જેવા હતા અને સામાન્ય રીતે પેાતાના ઉપદેશને આરંભ એવા વાકચથી કરતા કે બ્રહ્મચિંતાના આ ઉપદેશમાં કહેવામાં આવ્યુ` છે કે '
.
.
· બ્રહ્મચિંતાના યેાગતુ છેવટનું પ્રયાજન અથવા ઉચ્ચત્તમ ધ્યેય શુ' છે? ' મેં એમને એક દિવસ સાંજે પ્રશ્ન કર્યા.
• એની દ્વારા સમાધિની અવસ્થા મેળવવાની કૈાશિશ કરીએ છીએ, કારણ કે એ અવસ્થામાં પેાતાના આત્મસ્વરૂપને માણસને પૂર્ણ પરિચય થઈ શકે છે. એ પછી એ પેાતાની આજુબાજુના વાતાવરણમાંથી પેાતાના મનને મુક્ત કરી શકે છે. એ અવસ્થામાં પદાર્થાને લય થાય છે અને બહારની દુનિયા અદૃશ્ય થતી લાગે છે. પેાતાની અંદરના આત્માને એ જીવંત વાસ્તવિક તત્ત્વરૂપે ઓળખી લે છે. એને પરિણામે મળતી ધન્યતા, શાંતિ ને શક્તિથી ભરાઈ જાય છે. એને આવી જાતના એકાદ અનુભવની જ આવશ્યકતા છે જેથી એને પેાતાની અંદર અલૌકિક અને અવિનાશી ચેતના છે એનેા પુરાવા મળે. એ હકીકતનુ` વિસ્મરણ અને પછી કદીય નહિ થઈ શકે.’
મારી સંશયવૃત્તિથી પ્રેરાઈને મે' પ્રશ્ન કર્યો :
× ‘[બ્રહ્મચિંતાની એ પદ્ધતિની વિગતા જાહેર કરવાનો શ્રમ હું નહિ લઉં. એવા પરિશ્રમને પરિણામે પશ્ચિમના વાચકાને કાઈ લાભ નહિ થાય. એમાં કેટલીય જાતનાં ધ્યાનનો સમાવેશ કરવામાં આવ્યું છે, જેનો હેતુ મનને સપરહિત અથવા ખાલી કરવાનો છે. એમાં છ પ્રકારના જુદાજુદા સાધનામાર્ગની માહિતી મેળવવી પડે છે, અને એમાંના મુખ્ય સાધનામાની ફ્રેંસ ભૂમિકાએ છે. એ સાધનાપદ્ધતિ જંગલનાં એકાંત સ્થાન અથવા પતીય મડી કે આશ્રમેને માટે જ અનુકૂળ છે તથા જોખમી પણ બની શકે છે, એથી એનો અભ્યાસ કરવાનું સામાન્ય અંગ્રેજ માટે ઉચિત અને આવશ્યક નથી લાગતું. એવા સાધનાત્મક અભ્યાસમાં પડનારા પશ્ચિમી રસિયાએએ માનસિક ગાંડપણુ માટે તૈયાર રહેવું.]
Page #318
--------------------------------------------------------------------------
________________
ગ્રહોના લેખ
૩૩૫
“તમને ખાતરી છે કે આ બધું પિતાની મેળે કરેલાં સૂચનાનું ઊડું સ્વરૂપ નથી?”
એમના હોઠની આજુબાજુ આછું સ્મિત ફરી વળ્યું. “માતા બાળકને જન્મ આપે છે ત્યારે જે કાંઈ થાય છે તેના સંબંધમાં એક ક્ષણ માટે પણ તેને શંકા થવાનું શક્ય છે ખરું ? અને અનુભવને યાદ કરતી વખતે એને એવું લાગે છે કે એ કેવળ આત્મસૂચન હતું ? પોતાની નજર આગળ વરસોવરસ મોટા થતા જતા બાળકને જોઈને કોઈ વાર પણ એ એના અસ્તિત્વને ઈનકાર કરે છે ખરી ? એવી જ રીતે, મનુષ્યના જીવનમાં આત્મિક પુનર્જન્મ માટેને પરિશ્રમ એવી અસાધારણ ઘટનાના રૂપમાં ફળીભૂત થાય છે કે એને ભૂલવાનું અશક્ય બને છે. એ મનુષ્યમાં ધરમૂળને ફેરફાર કરી નાખે છે. મનુષ્ય જ્યારે સમાધિદશામાં પ્રવેશે છે ત્યારે મન તદ્દન ખાલી થઈ જાય છે. અથવા કહો કે આત્મા – કારણ કે તમને ઈશ્વર શબ્દ નથી ગમત એવું લાગે છે – અથવા સર્વોચ્ચ તવ એ ખાલી મનમાં ઊતરીને એને ભરી દે છે. એવું થતાં અસીમ સુખને અનુભવ સહજ બને છે. વળી સમસ્ત સૃષ્ટિ માટે પરમ પ્રેમની લાગણી થાય છે. એ અવસ્થાનું નિરીક્ષણ કરનારને શરીર કેવળ સમાધિમાં રોકાયેલું છે એવું જ નહિ લાગે; પરંતુ દેખીતી રીતે જ ભરેલું લાગશે. મન એ સૂક્ષ્માતિસૂક્ષ્મ અવસ્થાની પ્રાપ્તિ કરશે ત્યારે શ્વાસોચ્છવાસની ગતિ બંધ પડી જશે.
એ શું હાનિકારક નથી ?” “ના. સમાધિની એ દશાની પ્રાપ્તિ તદ્દન એકાંતમાં કરવામાં આવે છે અથવા એનું નિરીક્ષણ કરવાની મંજૂરી કેઈક મિત્રને આપી શકાય છે. સમાધિની એ શાંત દશામાં હું વારંવાર પ્રવેશું છું અને ઈચ્છાનુસાર એમાંથી દરેક વખતે બહાર આવી શકું છું. એ દશામાં હું સામાન્ય રીતે બે કે ત્રણ કલાક સુધી રહેતો હોઉં છું. એમાંથી બહાર આવવાને વખત અગાઉથી જ નક્કી રાખું છું. એ અનુભવ ખરેખર અવન હોય છે કારણ કે તમે જેને સૃષ્ટિના રૂપમાં જુઓ.
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૩૬,
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
છે તેને હું ફરીથી મારી અંદર જોઉં છું એટલા માટે જ હું કહ્યા કરું છું કે તમારે જે શીખવાની જરૂર છે તે તમે તમારા પોતાના જ આત્મા પાસેથી શીખી શકે છે. હું તમને બ્રહ્મચિંતાના વેગનું શિક્ષણ આપીશ પછી કોઈ ગુરુની જરૂર નહિ રહે, તમારા જીવનમાં કઈ બહારના પથપ્રદર્શનની આવશ્યકતા નહિ પડે.”
તમે પોતે કઈ ગુરુ નથી કર્યા?”
ના. બ્રહ્મચિંતાના રહસ્યની શોધ કર્યા પછી મને ગુરુ કરવાની ઈચ્છા નથી થઈ. છતાં પ્રસંગોપાત્ત કેટલાક મહાન પુરુષે મને આવી મળ્યા છે. એમનાં દર્શનનો લાભ મને સમાધિમાં પ્રવેશ્યા પછી અંદરની દુનિયાને અનુભવ કરવાથી મળે છે. એ મહાન સંતપુરુષોએ પિતાના દૈવી સ્વરૂપમાં દર્શન આપીને મને આશીર્વાદ આપતાં મારા મસ્તક પર હાથ મૂક્યો છે. એટલા માટે હું ફરીથી કહું છું કે તમારા આત્માના માર્ગદર્શનમાં વિશ્વાસ રાખો તો ગુરુએ એમની પિતાની ઈચ્છાથી તમારી અંદરની દુનિયામાં પ્રકટ થશે.”
એ પછીની બે મિનિટ સુધી એક જાતની ઊંડી શાંતિ પથરાઈ રહી. જ્યોતિષી કેાઈ ઊંડા વિચારોના વમળમાં અટવાઈ ગયા હોય એવું લાગવા માંડયું. થોડી વારે એ વિચિત્ર શિક્ષકે ખૂબ જ નમ્રતા અને શાંતિપૂર્વક કહ્યું : “એક વાર મારી સમાધિ દરમિયાન મેં ઈશુને જોયા.”
તમે મને આશ્ચર્યચકિત કરી રહ્યા છે.” મેં ઉદ્ગાર કાઢયા.
પરંતુ એમણે કશે ખુલાસો કરવાની ઉતાવળ ના કરી. એને બદલે એમની આંખના ડોળાને એમણે એકાએક ભયજનક રીતે ઉપર ફેરવ્યા. ગહન શાંતિમાં એવી રીતે એક બીજી મિનિટ પસાર થયા પછી પોતાની આંખ એમણે ફરીથી પહેલાંની સહજદશામાં પાછી આણું ત્યારે જ મને શાંતિ થઈ.
મને ફરી સંબોધતી વખતે એમના હોઠ પર એક આછુંપાતળું રહસ્યમય સ્મિત ફરકી ઊઠયું.
Page #320
--------------------------------------------------------------------------
________________
ગ્રહોના લેખ
૩૭
, “સમાધિદશા એટલી બધી અનેરી છે કે એમાં જ્યારે કેાઈ માણસ ડૂબેલું હોય ત્યારે તેની પાસે મૃત્યુ નથી આવી શકતું. હિમાલયના તિબેટ તરફના પ્રદેશમાં કેટલાક એવા યોગીએ છે જેમણે બ્રહ્મચિંતાના આ માર્ગને આધાર લઈને પૂર્ણતાની પ્રાપ્તિ કરી લીધી છે. એમને એમાં રસ હોવાથી એમણે પર્વતીય ગુફામાં એકાંતવાસ કરીને ઊંચામાં ઊંચી સમાધિદશાની પ્રાપ્તિ કરી છે. એ દશામાં નાડી બંધ થઈ જાય છે, હૃદયના ધબકારા શાંત થાય છે, અને અચળ અંગમાંથી લોહી પણ નથી વહેતું. એવા યોગીઓને બહારથી જોતાં એમ જ લાગે કે એમનું મૃત્યુ થયું છે. એ કોઈ જાતની ઊંઘમાં ડૂબેલા છે, એવું ન માનતા, કારણકે એ મારી અને તમારી પેઠે જ પૂરેપૂરા સભાન હોય છે. વધારે ઉચ્ચ જીવનને અનુભવ કરાવતી પિતાની અંદરની દુનિયામાં એમણે પ્રવેશ કર્યો છે. એમનાં મન શરીરે ઊભી કરેલી મર્યાદાઓમાંથી મુક્ત થઈ ચૂક્યાં હોય છે, અને એમની અંદર એ સમસ્ત સંસારના રહસ્યનું દર્શન કરે છે. એક દિવસ એ પિતાની સમાધિમાંથી બહાર આવશે, પરંતુ તે વખતે તેમની ઉંમર અનેક સૈકાઓની થઈ ગઈ હશે !”
એવી રીતે માનવજીવનની સનાતનતાની ન માની શકાય તેવી પરંપરાગત વાત એક વાર ફરીથી મને સાંભળવા મળી. પૂર્વના સૂર્ય પ્રકાશમાં જ્યાં જ્યાં જઈશ ત્યાં ત્યાં દેખીતી રીતે જ એ વાત મારી આગળ આવીને ઊભી રહેશે. પરંતુ દંતકથાઓમાં જેમને ઉલ્લેખ કરવામાં આવે છે તે અમર પુરુષોને શોધી કાઢીને એમનાં પ્રત્યક્ષ દર્શનને લાભ હું કદી પણ મેળવી શકીશ ? અને તિબેટના ઠંડા હવામાનમાં ઊછરીને મોટી થયેલી પ્રાચીન જાદુઈ વાતને
ધી કાઢીને તથા સ્વીકારીને પશ્ચિમનું જગત વૈજ્ઞાનિક તથા શારીરિક શાસ્ત્રોના ક્ષેત્રમાં ભવિષ્યમાં કદી પણ પિતાને ફાળે આપશે ખરું ? એની ખબર કાને પડે છે?
Page #321
--------------------------------------------------------------------------
________________
૬૩૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં.
બ્રહ્મચિંતાના યોગના વિચિત્ર જેવા સિદ્ધાંતને અંતિમ પાઠ મેં પૂરે કરી લીધો.
એ બેઠકિયા જ્યોતિષીને ઘરમાંથી બહાર નીકળવાનું સાહસ કરીને પોતાના અવયવોને થોડીક કસરત પૂરી પાડવા મેં સમજાવી જોયા. એમના ઘરમાંથી એ ભાગ્યે જ બહાર નીકળતા. નદી તરફ જતા અમારા માર્ગની વચ્ચે આવતાં ગીચ બજારેને ટાળવાના ઉદેશથી અમે સાંકડી શેરીઓમાં થઈને આગળ વધ્યા. વારાણસી એની શેરીઓમાં પગપાળા ફરનારા માણસને, જૂને પુરાણે દેખાવ તથા અનારોગ્ય વધારનારી વધારે પડતી વસતિ હોવા છતાં, ભાતભાતનાં રંગબેરંગી દો પૂરાં પાડે છે.
બપોર પછીને સમય હોવાથી મારા તિષી સાથીએ સૂર્યનાં કિરણોથી બચવા પોતાની પીઠ પર એક નાની, ખુલ્લી, સપાટ છત્રી રાખી હતી. એમની નાજુક કાયા અને અત્યંત ધીમી કંટાળાભરી ચાલને લીધે ઝડપી ગતિથી આગળ વધવાનું મુશ્કેલ થઈ પડવાથી અમારી સફર ટૂંકાવવા માટે મેં માર્ગ બદલ્યો.
અમે કંસારાની શેરીમાં થઈને આગળ વધ્યા. દાઢીવાળા કારીગરોના હથોડાના અવાજથી વાતાવરણ ભરાઈ ગયું. અને એમણે તૈયાર કરેલાં પિત્તળનાં ચમકદાર વાસણે સૂર્યના પ્રકાશમાં ચમકવા લાગ્યાં. ત્યાં પણ હિંદુ મંદિરમાં જોવા મળતી મુખ્ય દેવોનું સ્થળ પ્રતિનિધિત્વ કરતી પિત્તળની અસંખ્ય નાની મૂર્તિઓ જોવા મળી.
બીજી શેરીમાં એક વૃદ્ધ માણસ રસ્તાની એક બાજુની છાયામાં નીચો નમ્યો. નિર્બળ આંખે અને કરુણાજનક વદને એણે મારી તરફ જેવા માંડયું. એણે ભયમુકત બનીને મારી પાસે ભીખ માગી.
એ પછી અમે અનાજના વેપારીઓની શેરીમાંથી આગળ વધ્યા. ત્યાં લાકડાની નાની ને ઊંચી બેઠકે પર લાલ ને સોનેરી અનાજના ઢગલા ખડકેલા હતા. દુકાનદારો એમના માલની પાસે પલાંઠી વાળીને અથવા ઉબે પગે બેઠા હતા. અમારા બંનેની વિચિત્ર
Page #322
--------------------------------------------------------------------------
________________
ગ્રહોના લેખ
જેવી જેડી પર નજદીકથી પસાર થતી વખતે એમણે થોડે દષ્ટિપાત કર્યો અને પછી ગ્રાહકેની ધીરજપૂર્વકની પ્રતીક્ષા કરવાનું કામ ચાલુ કર્યું.
બીજી શેરીઓમાં છૂટથી સુગંધ ફેલાતી. નદીની પાસે આવીને અમે ભિખારીઓના આશ્રયસ્થાન જેવા વિભાગમાં જઈ પહોંચ્યા. કૃશ દેખાતા ભિક્ષુકે ધૂળિયા રસ્તા પરથી આગળ વધતા દેખાયા. એમાંના એકે મારો નજદીક આવીને મારી આંખમાં જિજ્ઞાસાપૂર્વક જેવા માંડયું. એના મુખ પર અનિર્વચનીય ગમગીની જોવા મળી. મારું હૈયું મૂંઝવણમાં મુકાઈને હાલી ઊઠયું.
આગળ વધતાં હું એક સૂકલકડી વૃદ્ધ સ્ત્રી પર પડતાંપડતાં રહી ગયા. એનું શરીર લટકતી ચામડી અને બહાર ઊપસી આવેલાં હાડકાંનું માત્ર માળખું હતું. એણે પણ મારી તરફ જવા માંડયું. મેં એને ઠપકે આપવાને બદલે એની માગણીનો સૂકે સ્વીકાર કર્યો. મેં મારું પાકીટ કાઢયું. એનામાં જાણે કે એકાએક જીવ આવ્યો. ચામડીથી લપેટાયેલે હાથ લંબાવીને મેં આપેલા પૈસા એણે લઈ લીધા.
પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થયેલાં અન્ન, સારાં વસ્ત્રો, અનુકૂળ આશ્રયસ્થાન અને બીજા જરૂરી છવાયેગ્ય પદાર્થોના મારા પોતાના સદ્ભાગ્ય બદલ મને ધ્રુજારી છૂટે છે. પેલા કમનસીબ કંગાલ લોકેની યાચનાભરી આંખને વિચાર કરું છું ત્યારે લાગે છે કે હું અપરાધી છું. કયા હકને લીધે હું આટલા બધા રૂપિયાની માલિકીને ઉપભોગ કરી રહ્યો છું, જ્યારે પેલા ગરીબ ભિક્ષુઓ પાસે ફાટેલાં. તૂટેલાં કપડાં વિના બીજુ કશું જ નથી ! ધારો કે જન્મના કોઈ અકસ્માત કે પ્રારબ્ધના ભાગને પરિણામે એમનામાંના એકની જગ્યાએ મારે જ જન્મ થયો હોત તો ? થોડા વખત સુધી એ ભયંકર વિચિત્ર વિચાર મારા મનમાં રમી રહે છે; પરંતુ આખરે મને ત્રાસ છૂટે છે અને એને હું વિસ્મૃતિમાં ધકેલી દઉં છું.
આ તકના રહસ્યનો અર્થ શું સમજ, જે માત્ર જન્મના ભાગ્યને લીધે એક માણસને રસ્તા પર મેલાં ને ફાટેલાંતૂટેલાં
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૪૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
કપડાંમાં રખડતો મૂકે છે અને બીજા માણસને નદીતટને પેલા પ્રાસાદમાં રેશમી કફની પહેરાવીને બેસતે કરે છે ? જીવન ખરેખર
એક અંધારે કોયડે છે. મારી સમજમાં તે નથી આવી શકતો. - અમે ગંગાજી પહોંચ્યા ત્યારે જયોતિષી બોલ્યા કે અહીં
આપણે બેસીએ. અમે છાયામાં બેઠા અને ઘાટ પરનાં પથ્થરનાં વિશાળ પગથિયાંને, ખૂલતી અગાસીઓને બહાર તરી આવતી બેઠકને જોવા લાગ્યા. યાત્રીઓની નાની મંડળીઓ અવારનવાર અને સતત રીતે આવતીજતી દેખાવા લાગી.
લગભગ ત્રણ ફૂટની ઊંચાઈના બે પાતળા ઘાટીલા મીનારા સ્વચ્છ આકાશમાં સરસ રીતે ઉપર ઊઠતા દેખાયા. એ મીનારા હિંદુઓના એ સૌથી પવિત્ર હિંદુ શહેરમાં મુસ્લિમ કાળગણતરીની મેટી ભૂલ જેવા ઔરંગઝેબની આકર્ષક મસ્જિદના હતા.
તિષીએ ભિખારીઓ મને વીંટળાઈ વળ્યા તે ધ્યાનપૂર્વક જોયું હતું એટલે પિતાનું ફિકકું મુખ મારી તરફ ફેરવી કહેવા માંડયું :
“ભારત એક ગરીબ દેશ છે. એમને સ્વર કાંઈક ક્ષમાયાચનાને ભાવથી ભરેલું હતું : “એની પ્રજામાં જડતા ફરી વળી છે. અંગ્રેજ પ્રજા કેટલાંક સુંદર લક્ષણે ધરાવે છે અને અમારા દેશમાં ઈશ્વર એને અમારા લાભને માટે જ લાવ્યા છે એવું મારું માનવું છે. એમના આવ્યા પહેલાં જીવન બિનસલામત હતું. કાયદા તથા ન્યાયને વારંવાર બાજુએ મૂકવામાં આવતાં હતાં. મને આશા છે કે અંગ્રેજો ભારતને નહિ છોડે. અમારે એમની મદદની આવશ્યકતા છે. પરંતુ એ મદદ હવે મિત્રતાને આધાર પર અપાવી જોઈએ, બળપૂર્વક નહિ. ગમે તેમ પણ બંને દેશનું ભાગ્ય પિતાને ભાગ ભજવ્યા કરશે.”
ઓહ ! તમારે પ્રારબ્ધવાદ પાછા આવ્યું !”
મારી ટીકાની અવગણના કરીને એ મનમાં ડૂબી ગયા. છેવટે એમણે પૂછ્યું :
Page #324
--------------------------------------------------------------------------
________________
ગ્રહોના લેખ
ઉ૪૧
બંને પ્રજાએ ઈશ્વરની ઇચછાને કેવી રીતે ટાળી શકે? દિવસ પછી હમેશાં રાત આવે છે અને રાત પછી હમેશાં દિવસ. રાષ્ટ્રોના ઇતિહાસનું પણ એવું જ છે. દુનિયામાં મોટા ફેરફાર થવાની વકી છે. ભારતવર્ષ આળસ અને જડતામાં ડૂબેલું છે, પરંતુ જ્યાં સુધી ભાવના અને મહત્ત્વાકાંક્ષાથી સભર નહિ બને ત્યાં સુધી એની અંદર ફેરફાર થતા રહેશે. કર્મ પરતાની પહેલાં એ ક્રમ અચૂક આવતો હોય છે. યુરોપ વ્યાવહારિક પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યું છે, પરંતુ એના જડવાદનું જોર ઓછું થશે અને વધારે ઊંચા આદર્શો પ્રત્યે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. એ અંદરની વસ્તુઓની શોધ કરશે. અમેરિકાના સંબંધમાં પણ એવું જ બનશે.”
મેં શાંતિપૂર્વક સાંભળ્યા કર્યું.
એટલા માટે જ અમારા દેશના ધર્મ ને તત્વજ્ઞાનના ઉપદેશો પશ્ચિમની દિશામાં સાગરના તરંગની પેઠે સફર કરશે.” એમણે ગંભીરતાથી આગળ ચલાવ્યું : “વિદ્વાનોએ અમારી કેટલીક સંસ્કૃત હસ્તપ્રતો, અને પવિત્ર પુસ્તિકાઓના પશ્ચિમની ભાષાઓમાં અનુવાદ પણ કર્યા છે; છતાં ભારત, નેપાળ તથા તિબેટના અંદરના ભાગોનાં ગુફારૂપી પુસ્તકાલયમાં અનેક પુસ્તકે હજુ ગુપ્ત જ પડી રહ્યાં છે. એમને પરિચય પણ દુનિયાને આખરે તે કરાવવું જ પડશે. એ ઘડી છેડા વખતમાં જ આવી પહોંચશે જ્યારે ભારતના પ્રાચીન તત્ત્વજ્ઞાન અને આંતરજ્ઞાનને પશ્ચિમના વ્યવહારશાસ્ત્ર તથા વિજ્ઞાન સાથે સમન્વય સધાશે. ભૂતકાળની ગૂઢ વિદ્યાઓએ આ સૈકાની આવશ્યકતાઓ માટે માર્ગ કરી આપવો જોઈએ. મને ખુશી છે કે એ બધું બનશે જ.
ગંગાને લીલા જેવા પાણી તરફ મેં તાકવા માંડયું. નદી એટલી બધી અભુત શાંતિથી ભરેલી હતી કે એ વહે છે એવું ભાગ્યે જ લાગતું. એની સપાટી સૂર્યપ્રકાશમાં આછી આછી ચળકતી.
ભા. આ. ૨. ખે. ૨૨
Page #325
--------------------------------------------------------------------------
________________
૭૪ર
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
એ મને સંબોધીને ફરી કહેવા માંડ્યા :
જેવી રીતે દરેક વ્યક્તિનું ભાગ્ય ઈશ્વર સાર્થક કરે છે તેવી રીતે પ્રત્યેક જાતિના લોકોનું ભાગ્ય પણ પૂરું થવું જોઈએ. ઈશ્વર સર્વશક્તિમાન છે. મનુષ્યો અને રાષ્ટ્રો એમના પિતાના પેદા કરેલા ભાગ્યમાંથી નથી છૂટી શકતાં, પરંતુ એમની આફતોના કાળ દરમિયાન એમની રક્ષા થઈ શકે છે ને મોટા ભામાંથી એમ ને બચાવવામાં પણ આવે છે.”
મનુષ્યને એવું રક્ષણ કેવી રીતે મળી શકે ?”
પ્રાર્થનાથી. એ સર્વ શક્તિમાન તરફ વળતી વખતે શિશુ જે સરળ સ્વભાવ રાખવાથી, અને ખાસ કરીને કેાઈ કામને આરંભ કરતાં પહેલાં એને કેવળ હોઠથી નહિ પણ હદયથી યાદ કરવાથી. સુખના દિવસોમાં એ બધું ઈશ્વરના આશીર્વાદરૂપે અનુભવતાં શીખે, અને મુસીબતો કે દુઃખના દિવસોમાં એવું વિચારવાનો પ્રયાસ કરે કે એ તમારા અંદરના રોગને મટાડનારી દવા બરાબર છે. એ સંપૂર્ણ દયાળુ હોવાથી એને ભય ન રાખતા.”
“તે પછી તમે એવું નથી માનતા કે ઈશ્વર આ દુનિયાથી
ના. ઈશ્વર આત્મારૂપે મનુષ્યમાં ને સમસ્ત સંસારમાં રહેલા છે. જે તમે કુદરતનું સૌન્દર્ય, દાખલા તરીકે કોઈક સુંદર વિસ્તૃત પ્રદેશ જોતા હે, તે તેને કેવળ તેના જ વિચારથી ન પૂજે, પરંતુ એમાં રહેલી ઈશ્વરીય શકિતને લીધે એ સુંદર લાગે છે એને ખ્યાલ રાખો. મનુષ્યોને પદાર્થોમાં એ દિવ્ય ઈશ્વરીય શક્તિનું દર્શન કરે. અને બહારનાં રૂપોથી એટલા બધા પ્રભાવિત ને મુગ્ધ ન બને કે એમને જીવન આપનારા અંદરના આત્માને તદ્દન ભૂલી જાઓ.”
તમે તમારી ખાસ રીતે પ્રારબ્ધ, ધર્મ ને તિષના સિદ્ધાંતને ભેળવી દે છે, સુધીબાબુ !”
એમણે મારી તરફ ગંભીરતાથી દષ્ટિ ફેંકી.
Page #326
--------------------------------------------------------------------------
________________
ગ્રહોના લેખ
એમ કેમ ? આ સિદ્ધાંતે કાંઈ મેં પેદા નથી કર્યા. ભૂતે સુદૂરના સમયથી એ અમારે માટે ઊતરી આવ્યા છે. જૂન જમાનાના લેકે પ્રારબ્ધની વિરાટ શક્તિને, સૃષ્ટિકર્તા ઈશ્વરની ઉપાસનાને અને ગ્રહોની અસરની વિદ્યાને જાણતા હતા. તમે પશ્ચિમીએ ધારે છે એવા એ જંગલી નહતા. પરંતુ મેં ભવિષ્યવાણી નથી કહી ? બધા માનવના જીવનમાં પ્રવેશતાં આ અદષ્ટ બળે કેટલાં વાસ્તવિક છે એને આ સૈકાની પૂર્ણાહુતિ પહેલાં પશ્ચિમ ફરીથી શેધી કાઢશે.”
માનવની ઈચ્છા પોતાના જીવનને બનાવવા કે બગાડવા સ્વતંત્ર છે એવા સ્વાભાવિક ખ્યાલને પરિત્યાગ કરવાનું કામ પશ્ચિમ માટે અતિશય અઘરું પડશે.”
જે કાંઈ થાય છે તે એની ઈચ્છાથી જ થઈ રહ્યું છે અને સ્વતંત્ર ઈચ્છા જેવું જે કાંઈ દેખાય છે તે પણ સાચેસાચ એની શક્તિથી જ કામ કરે છે. પહેલાંના શરીરનાં કર્મો અને વિચારોનાં સારાનરસાં ફળ મનુષ્યને એ સર્વશક્તિમાન પૂરાં પાડે છે. એની ઈચ્છાને અંગીકાર કરે ઉત્તમ છે, પરંતુ એ કર્મફળને સહન કરવાની શક્તિ માટે એને આધાર લેવાથી મનુષ્ય શેકમાં ડૂબતા બચી શકે છે.”
આપણે હમણાં મળ્યા તે કમનસીબ ભિખારીઓને માટે તમારી વાત સાચી ઠરે છે એવી આશા રાખીએ.”
મારાથી એ જ ઉત્તર આપી શકાય એમ છે.” એમણે સંક્ષેપમાં કહેવા માંડયું: “મેં કહી બતાવેલા બ્રહ્મચિંતાના સાધનમાર્ગને આધાર લઈને તમારી આત્મોન્નતિને માર્ગે આગળ વધશે તે આવી સમસ્યાઓ આપોઆપ ઊકલી જશે.”
મને સમજાયું કે એ એમની દલીલ કરવાની શક્યતાની સીમા સુધી પહોંચી ગયા છે અને હવે મારે મારે પિતાને રસ્તો શોધી કાઢવો જોઈએ.
Page #327
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
મારા કેટના એક ખિસ્સામાં મને વારાણસીની બહાર જવા તે ટ્રેનમાં બેસવાને આદેશ આપત તાર પડેલું હતું. બીજા ખિસ્સામાં ગડબંધ કડક મૂકેલે. જ્યોતિષીને મેં એમને ફોટો પડાવવા ઊભા રહેવાની વિજ્ઞપ્તિ કરી. એમણે એને વિવેકપૂર્વક અસ્વીકાર કર્યો.
મેં એમને ઉપરાઉપરી આગ્રહ કરવા માંડ્યો.
પરંતુ શા માટે ?” એમણે વાંધો લેતાં કહ્યું: “મારે બેડાળ ચહેરે ને મારાં ફાટેલાંતૂટેલાં વ ...?”
મારા પર કૃપા કરે. પાછળનાં વરસોમાં હું દૂરના દેશમાં હઈશ ત્યારે તમારો ફોટો મને તમારી યાદ કરાવશે.”
યાદ કરાવનારી ઉત્તમ વસ્તુઓ તે...” એમણે નમ્રતાથી ઉત્તર આપેઃ “પવિત્ર વિચાર અને સ્વાર્થરહિત કર્મો હશે.” | મારી અનિચ્છા છતાં એમના વિરોધને વશ થઈને કેમેરાને મેં ફરીથી મારા ખિસ્સામાં મૂકી દીધા.
આખરે એ પાછા જવા માટે ઊભા થયા અને મેં પણ એમનું અનુકરણ કરવા માંડયું ત્યારે અમારી નજદીકમાં મેં એક વ્યક્તિને બેઠેલી જોઈ. સૂર્યના તીખા તાપથી બચવા એણે એક ગોળ, વિશાળ, વાંસની છત્રી હેઠળ આશ્રય લીધેલો. એની મુખાકૃતિ આનંદપૂર્ણ ધ્યાનમાં લાગેલી હતી અને એના ભગવા ઝભા પરથી મેં અનુમાન કર્યું કે સંન્યાસને સ્વીકાર કરી ચૂકેલા એ કોઈ પવિત્ર સંતપુરુષ છે.
થોડેક આગળ જતાં અમને એક ગાય મળી. વારાણસીમાં મોટી સંખ્યામાં જોવા મળતી ગાયોમાંની એ એક હતી. એ ગાય એની પોતાની ઢબે સૂતી હતી. એને કરોડરજજુની નીચે પિતાના બંને પગ વાળીને એ અમારા રસ્તાની વચ્ચે પડી રહેલી.
Page #328
--------------------------------------------------------------------------
________________
ગ્રહોના લેખ
૩૪૫
અમે એક પૈસા બદલી આપનારી દુકાને પહેાંચ્યા. ત્યાંથી મે ટાંગા કર્યો અને પછી અમારા રસ્તા છૂટા પડ્યા.
×
×
×
×
એ પછીના થાડા દિવસે મારું પ્રવાસની પરંપરામાં ગાળવા પડચા. પ્રવાસી અમલદારે। અને અંદરના ભાગેામાં સફર કરતા ખીજા માણસા માટે પેાતાની સરકારદ્વારા બાંધવામાં આવેલાં મા પરનાં વિશ્રામગૃહમાં મેં મારી રાત પસાર કરી.
એમાંના એક વિશ્રામગૃહમાં વર્ણવવા જેવી સવલતાના અભાવ હતા જ; પરંતુ, એ ઉપરાંત અસંખ્ય કીડીએની વસતિ હતી. એમના હુમલાઓને હઠાવવાના નિરર્થક પ્રયત્ના તથા બે કલાકની ધીમી યાતના પછી મેં પથારીના ત્યાગ કરવાના નિય કર્યાં ને ખુરસી પર જ રાત પૂરી કરવા માંડી.
વખત વિતાવવાનું કામ મારે માટે ત્યાં સુધી ભારે કપરુ થઈ પડયું, જ્યાં સુધી મારા વિચાર એમની આજુબાજુની દુનિયામાંથી ઉપર ઊઠીને વારાણસીનાએ જ્યેાતિષીની પ્રારધવાદની ફિલસૂફી પર જોડાઈ ન ગયા.
એની સાથે સાથે રસ્તા પર પેાતાનાં ક્ષુધાત શરીરા લઈને આગળ વધતા કંગાળ ભિખારીએ પણ મને યાદ આવ્યા. કાળ એમને જીવવા નથી દેતા ને મરવા પણ નથી દેતા. શ્રીમંત મારવાડી શરાક્ એમની પાસેથી શણુગારેલી, આરામદાયક, દેાડતી ઘેાડાગાડીમાં બેસીને પસાર થાય તે ભલે, પરંતુ પેાતાનાં દુઃખાને સ્વીકારે છે તેમ એના સ્વીકાર પણ એ ઈશ્વરની ઇચ્છાને સ ંપૂર્ણપણે તાબે થઈને કરી લે છે. સૂર્યંતાપથી તપતા આ દેશમાં એક યાજનક કુખ્તરાગી પણ પેાતાની સ્થિતિયી સંતુષ્ટ લાગે છે. અનેક ભારતવાસીએના હાડકામાં એવા સુખપૂર્વક સુવાડનારા પ્રાર્ધવાદ પ્રવેશી ચૂકયો છે !
સ્વતંત્ર ઇચ્છાશક્તિમાં વિશ્વાસ ધરાવતા પશ્રિમવાસીને માટે સર્વશક્તિમાન પ્રારબ્ધની વકીલાત કરનારા પૂર્વીય માનવ સાથે
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૪૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
દલીલમાં ઊતરવાનું કેટલું વ્યર્થ છે તેની મને સમજ પડી. પૂર્વીય માનવને સમસ્યાની એક જ માજુ સાથે સંબંધ છે કે જે બાજુ કાઈ પણ જાતની સમસ્યા જ નથી એ સિદ્ધાંતને કાઈ પણ પ્રકારની પૂછતાછ કર્યા વિના સ્વીકારી લે છે! પ્રારબ્ધ એના જીવનના માળ પર શાસન કરે છે. એથી વધારે ખીજું કશું જ કહેવાનું નથી રહેતું. કચે। આત્મનિર્ભર પશ્ચિમી એવું સાંભળવાનું પસંદ કરશે કે આપણે પ્રારબ્ધની દારી સાથે લટકાવેલી કઠપૂતળીએ જ છીએ અને કાઈક અદૃશ્ય હાથના આદેશ મુજબ ઉપર અને નીચે અથવા જમણી બાજુથી ડાબી બાજુએ હલનચલન કરીએ છીએ ? આલ્પ્સની ઉપરની પેાતાના લશ્કરની પેલી તેજસ્વી ચડાઈ વખતે તેપેાલિયનના મુખમાંથી નીકળેલા પેલા નાંધપાત્ર ઉદ્ગારા મને યાદ આવે છે
અશકય ? મારા શબ્દકાશમાં એવા કેાઈ શબ્દ જ નથી.’ પરંતુ નેપોલિયનના સમગ્ર જીવનના આકર્ષક દસ્તાવેજોને મેં પુનઃ પુનઃ અભ્યાસ કર્યો છે અને જ્યાં એમનું પ્રખર મગજ ભૂતકાળની વારંવાર હરીફાઈમાં ઊતરેલું તે સેન્ટ હેલેનામાં એણે લિપિબદ્ધ કરેલી વિચિત્ર પ ક્તિઓનુ` મને સ્મરણ થાય છે.
“ હું હંમેશાં પ્રારબ્ધવાદી રહ્યો છું. વિધિના જે લેખ લખાઈ ગયા તે લખાઈ ગયા...મારા સિતારે ઝાંખા પડયો. મારા હાથમાંની લગામને સરી જતી હું જોઈ શકયો અને એ છતાં મારાથી કશું જ ન કરી શકાયું.’
.
જે માણસ એવી વિરાધાભાસી વિસંગત માન્યતાઓ ધરાવતા તે પણ જીવનના રહસ્યના ઉલ નહિ કરી શકયો હેાય અને કાઈ પણ કદી પૂરેપૂરો ઉકેલ કરી શકયો છે કે કેમ એ શંકાસ્પદ છે. માણુસનું મસ્તિષ્ક કામ કરતું થયું હશે ત્યારથી જ ઉત્તર ધ્રુવથી માંડીને દક્ષિણ ધ્રુવ સુધીના લેાકાએ આ પ્રાચીન સમસ્યા પર ચર્ચાવિચારણા કરી હાય એ બનવાજોગ છે. વધારેપડતી ખાતરીવાળા લેાકાએ હમેશાંની જેમ એના પેાતાને સંતેાષ થાય એવી રીતે નિકાલ કર્યો છે. તત્ત્વજ્ઞાની
Page #330
--------------------------------------------------------------------------
________________
ગ્રહાના લેખ
૩૪૭
મને વૃત્તિવાળાઓ હજુ પણ એની તરફેણમાં ને વિરોધમાં દલીલ કર્યા કરે છે પરંતુ ચોખ્ખો નિર્ણય આપતાં અચકાય છે.
જ્યોતિષીએ મારા જન્માક્ષર પરથી કહી બતાવેલી આશ્ચર્યકારક સાચી હકીકતે નથી ભૂલી શકયો. કેટલીક વિલક્ષણ ક્ષણમાં મેં એના પર વિચાર કરી જોયો છે અને કોઈ વાર મને આશ્ચર્ય પણ થયું છે કે મારા મગજમાં પૂર્વની એ પ્રારબ્ધવાદની મૂર્ખતાએ ઘર કર્યું છે કે શું ? મને જ્યારે જ્યારે યાદ આવ્યું છે કે આ નમ્ર દેખાવને માણસે મારો ભૂતકાળ કેવી રીતે જાણે, વીતી ગયેલી ઘટનાઓનું ફફડાટ કરતું રહસ્ય ફરી પાછું કામચલાઉ રીતે પ્રગટ કરવાનું કામ એ કેવી રીતે કરી શક્યા, ત્યારે ત્યારે હું સ્તબ્ધ. બન્યો છું અને પ્રારબ્ધ અને સ્વતંત્ર ઈચ્છાશક્તિની આ જૂનીપુરાણી સમસ્યા સંબંધમાં એક મહાનિબંધ લખવાની સામગ્રી એકઠી કરવાની લાલચમાં પડ્યો છું. પરંતુ મને ખબર છે કે પ્રારબ્ધના વિચારથી પ્રેરાઈને કલમ ચલાવવાનું કામ મારે માટે નકામું થઈ પડશે અને એના આરંભમાં જે અગાધ અંધકારમાં હું અટવાઉં છું એ જ અગાધ અંધકારમાં અટવાવાનું કદાચ બાકી રહેશે. કારણ કે જ્યોતિષીના પ્રશ્નો કે મુદ્દાઓને વચ્ચે લાવવા પડશે અને મારું કામ મારા ગજા કરતાં પણ વધારે ગૂંચવાયેલું બની જશે. છતાં આધુનિક શોધ એવી હરણફાળથી આગળ વધી રહી છે કે એ દિવસ બહુ દૂર નહિ હોય. જ્યારે દૂરના ગ્રહ પર આપણે ઉજાણી કરવા જઈ પહોંચીશું! ત્યારે જ એ શોધી કાઢવાનું શક્ય બનશે કે ગ્રહની આકૃતિઓ આપણા જીવન માટે કોઈ મર્મ ધરાવે છે કે નહિ. તે દરમિયાન જ્યોતિષીઓની દષપાત્રતાના સંબંધમાં અને જગતની આગળ જાહેર કરાયેલા જ્યોતિષના એટલા ભાગના ભાંગ્યાતૂટયા સ્વરૂપના સંબંધમાં સુધીબાબુએ આપેલી ચેતવણીને ધ્યાનમાં રાખીને કેાઈની ઇચ્છા હોય તો એકાદ બે જ્યોતિષીઓની શક્તિની કસોટી કરી શકાય,
Page #331
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
અને છતાં એવું ધારીએ ને સ્વીકારીએ કે કાઈક અજ્ઞાત ખૂણામાં ભવિષ્ય ખરેખર હયાતી ધરાવે છે તેાપણુ, જેમના પર પડદા પાડવામાં આવ્યા છે તે વ્યક્તિગત નસીબનાં એવાં ગૂઢ રહસ્યા જાણવાં શું ઇચ્છવાયેાગ્ય છે?
૩૪૮
એ પ્રશ્નાત્મક નાંધની સાથે મારા ઊંડા વિચારાના અંત આબ્યા અને મને નિદ્રાએ ઘેરી લીધેા.
થાડાક દિવસા પછી હું બનારસથી કેટલાક સા માઈલ દૂરના શહેરમાં હતા ત્યારે ત્યાં થયેલાં હેરત પમાડનારાં તાાનના સમાચાર જાણવા મળ્યા. હિંદુ-મુસ્લિમ ઝઘડાની એ જરાય ન ગમે તેવી વાત હતી. એ ઝઘડા સામાન્ય રીતે ઘણી નજીવી બાબતને લીધે શરૂ થતા, પરંતુ ખાટાં ધાર્મિક બહાનાં શેાધનારા દુષ્ટ લાકા એના લાભ લઈને લૂટફાટ તથા ખૂનામરકી ચલાવતા તેમ જ લેાકેાને ઘાયલ કરતા.
શહેરમાં કેટલાક દિવસા સુધી ત્રાસનું સામ્રાજ્ય ફ્રી વળ્યું. એ શાકજનક દિવસે દરમિયાન તૂટેલાં માથાંની, યંત્રણાગ્રસ્ત શરીરાની અને અવિચારી કતલની સામાન્ય વાત સાંભળવા મળી. જ્યેાતિષીની સલામતી માટે મને લાગી આવ્યું; પરંતુ એમની સાથે સંબંધ સ્થાપવાનું અશકય હતું. શેરીઓમાં જવાનું સાહસ કરે તેવા ટપાલીએ અત્યંત વિરલ હતા અને ખાનગી કાગળ કે તાર પહોંચાડવાનુ અશકય હતું.
બનારસનાં તાફાન શમી ગયાં ત્યાં સુધી રાહ જોવાની મને ફરજ પડી. એ પછી એ દુઃખી શહેરમાં પ્રવેશ કરતા પહેલાં તારાની સાથે મે મારા તાર પણ રવાના કર્યાં. એના ઉત્તર રૂપે આભારસૂચક સાદા કાગળ આવ્યેા. એમાં જ્યાતિષીએ પેાતાની સલામતીને સઘળા યશ ‘ સશક્તિમાન ઈશ્વરના રક્ષણુ ’ને અણુ કરેલા. અને કાગળની ખીજી બાજુએ એમણે બ્રહ્મચિંતાના યાગના અભ્યાસ માટેના દસ નિયમે આલેખેલા હતા!
Page #332
--------------------------------------------------------------------------
________________
૧૩
દયાળબાગ
ઉત્તર ભારતની ભૂમિ પર આમથી તેમ મુક્ત રીતે પરિભ્રમણ કરતાં કરતાં બે રસ્તાઓ એક અનોખી, ઓછી જાણીતી કેલોની આગળ એકઠા થયા. એ કોલેની દયાળબાગ એટલે કે ઈશ્વરને બાગ એવા કાવ્યમય નામ ધરાવતા શહેરમાં વસેલી હતી.
એક રસ્તો જે સુંદર શહેરના મારા નિવાસ દરમિયાન મને સુંદરલાલ નિગમની માર્ગદર્શક, મિત્ર ને ફિલસૂફ તરીકેની સેવાને લાભ મળેલ તે લખનૌથી શરૂ થતો. અમે બંને એ શહેરમાં સાથે સાથે ફરતા અને ફરતાં ફરતાં તત્ત્વજ્ઞાનની ચર્ચા કરતા. મારા ધાર્યા પ્રમાણે એમની ઉંમર એકવીસ કે બાવીસ વરસથી વધારે નહોતી, પરંતુ એમના બીજા અનેક ભારતીય બંધુઓની જેમ એ વહેલા પરિપક્વ થયા હતા.
અમે જૂના મોગલ રાજમહેલમાં ભ્રમણ કર્યું અને નષ્ટ થયેલા રાજાઓ પર અધિકાર જમાવનાર નિર્દય નસીબ પર બારીકાઈથી વિચાર કર્યો. યશસ્વી ભારતીય-ઇરાની શિપકળા જોઈને હું ફરી મુગ્ધ બની ગયો. એના છટાદાર, સુંદર, આકર્ષક વળાંકે અને નાજુક રંગો એમના સર્જકની સંસ્કારી સુરુચિની અભિવ્યક્તિ કરતા હતા. એ તેજસ્વી દિવસોને મારાથી કદી પણ કેવી રીતે ભૂલી શકાશે
Page #333
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહેસ્યની ખેાજમાં
જ્યારે લખનૌની શાભામાં વધારેા કરનારાં એ બાદશાહી ઉપભાગવાળા ઉદ્યાનાનાં નારંગીનાં વૃક્ષ વચ્ચે હું વિશ્રામ કરતા હતા ?
૩૫૦
અમે પેલી રંગીન હવેલીએની પણ તપાસ કરી. જ્યાં એક વાર ઔધના જૂના રાજાએની માનીતી રાણી ને રખાતા પોતાની ગૌરવની સુંદરતાને સંગેમરમરના ઝરૂખા પર તથા સેાનારી સ્નાનગૃહેામાં ભારે દમામથી ઢાળ્યા કરતી હતી. એ મહેલેામાં હવે કાઈ રાજવંશી વ્યક્તિ નથી દેખાતી અને માત્ર સ્મૃતિ જ શેષ રહી છે.
મન્કી બ્રિજના વિચિત્ર નામવાળા પુલ પાસે આવેલી મનહર મસ્જિદ આગળ હું અવારનવાર જવાનું રાખતે. એના બહારના ભાગ આખાય ધેાળેા હતા અને સૂર્યના પ્રકાશમાં પરીના મહેલ જેવેા ચમકતા હતેા. એના ઘાટીલા મીનારા તેજસ્વી ગગનમંડળ તરફ કાયમી પ્રાર્થીના કરતા હેાય તેમ ઉપર ઊઠેલા દેખાતા. અંદર ડેાકિયુ કરતાં જમીન પર પ્રણામ કરતાં નમાજ પઢતા અને ઈશ્વરની સંવાદિતાથી પ્રાર્થના કરતા ભક્તોનું ટાળુ દેખાતું. ભાવિકા રંગીન નાની કામળીએ પર બેસીને નમાજ પઢતા. એને લીધે આખુયે દૃશ્ય વધારે આકર્ષક લાગતું, પયગંબરાના એ અનુયાયીઓના જુસ્સા વિશે કાઈ શંકા કરી શકે તેમ નહેાતું, કારણ કે એમના ધર્મ એમને એક જીવંત ખળ જેવા લાગ્યા કરતા.
એ બધા પરિભ્રમણ તથા પ્રવાસ દરમિયાન મારા યુવાન માદકની કેટલીક વિશેષતાઓથી હું ધીરેધીરે પ્રભાવિત થયા. એમની ચાતુરીભરી ટીકાઓ, એમની અપવાદરૂપ બુદ્ધિમત્તા અને દુન્યવી વિષયા કે ઘટનાએ તરફના એમના યથા ષ્ટિકાણુ ગમેતેમ પણ ચેાગના વિદ્યાર્થીના રહસ્યવાદ અને ઊંડાણના મિશ્રણરૂપ હતા. વારંવારના મેળાપ અને ઉત્સાહપૂર્વકની ચર્ચા દરમિયાન મને જણાયું કે એ મારી પેાતાની માન્યતાઓ અને મારા જ વિચારાને તપાસી રહ્યા છે અને એમના પડધા પાડી રહ્યા છે, ત્યારે જ એમણે
Page #334
--------------------------------------------------------------------------
________________
દયાળખાગ
૩૫૧
પિતાની જાતને રાધાસ્વામી નામના કંઈક અંશે ગૂઢ એવા સંપ્રદાયના સભ્ય તરીકે પ્રકટ કરી.
દયાળબાગ જવામાં મદદરૂપ થનારી બીજી માહિતી મેં એ જ સંપ્રદાયના એક બીજા સભ્ય મહિલક પાસેથી મેળવી લીધી. એમને પરિચય મને એક બીજા સ્થળે અને બીજા વખતે થઈ ગયો. બીજા ભારતીયોની પેઠે એ એક ઊજળી ચામડીવાળા, સુંદર પુરુષ હતા. સૈકાઓ સુધી એમના દેશવાસીઓના પાડોશી તરીકે જંગલી સરહદી જાતિઓ રહેતી, જે પોતાના પાડોશીઓની સંપત્તિ પર લાલચુ નજર નાખ્યા કરતી. પરંતુ ડહાપણવાળી અંગ્રેજ સરકાર એ અશાંત તેફાની લેકેને અંત વિનાનાં યુદ્ધોની પ્રાચીન પદ્ધતિનો આશ્રય લઈને નહિ પણ એમને પિતાની નેકરીમાં રાખીને તેમ જ પગાર આપીને કાબૂમાં રાખી કે કેળવી રહી છે. | મલિક કેટલાક એવા જંગલી ઝનૂની લેકે પર દેખરેખ રાખતા હતા, જે પર્વતોમાં ને રણમાં રસ્તા તૈયાર કરવાના, પુલ બાંધવાના અને સંરક્ષણાત્મક કિલ્લા તથા બરાકેનું નિર્માણ કરવાના વધારે સારા, શાંત અને ઉપયોગી કામમાં લાગી ગયેલા. એમનામાંના મોટા ભાગના ભયંકર દેખાતા માણસે પોતાની પાસે બંદૂક રાખતા હતા એનું કારણ કદાચ એમની વર્તમાન જરૂર નહેતું; પરંતુ જૂની ટેવ હતી, ઉત્તર-પશ્ચિમ સીમાના સમગ્ર વિસ્તાર પર એ વેપારીઓને માટે નવા માર્ગો અને સૈનિકે માટે નવાં સુરક્ષા સ્થાન બનાવવાના કામમાં લાગી ગયેલા હતા.
સામ્રાજ્યની ડેરા ઈસ્માઈલ ખાન નામની સરહદી ચોકી પાસે મલ્લિક ઘણું સારું અને સખત કાર્ય કરતા રહેતા. એમના ચારિત્ર્યમાં વિચારના ઊંડાણ તથા આચારની ઉત્તમતા સાથે સંગીન સ્વાશ્રયવૃત્તિ તેમ જ ઊંડી વ્યવહારુતાને સુમેળ સધા હતા. એમના ગુણેના સંભાળપૂર્વકના સંવાદથી હું પ્રભાવિત થયા.
Page #335
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
ચેાગની બધી જ જૂની પરંપરાઓ સાથે મેળ ખાનારી આરંભની ભારે ઉદાસીનતા પછી એ નાખુશીપુર્વક મારી જિજ્ઞાસાવૃત્તિને તામે થયા અને એમણે માન્ય રાખ્યું કે એમણે ગુરુ કરેલા છે. જ્યારે જ્યારે નાકરીમાંથી રજા મળે છે ત્યારે, એ પ્રસંગેાપાત્ત એમની મુલાકાત લે છે એમ પણ એમણે કહી બતાવ્યુ, એમના ગુરુ રાધાસ્વામીએના ઉપરી હતા અને સાહેબજી મહારાજના નામથી ઓળખાતા. મને બીજી વખત એ પણ જાણવા મળ્યું કે એમના ગુરુએ ચેાગની પશ્ચિમી રીતરસમ અને વિચારા સાથે જોડી દેવાના આશ્ચર્યકારક અને રસપ્રદાયક ખ્યાલનુ સેવન કર્યુ છે.
×
રૂપર
×
×
×
નિગમ અને મલિક નામના એ ખતે પુરુષોના મિત્રતાપૂ પ્રયાસે છેવટે સફળ થયા. રાધાસ્વામીએના પેાતાના શહેર દયાળબાગના ખેતાજ બાદશાહ સાહેબજી મહારાજના મહેમાન થવાના વખત એવી રીતે આવી પહેાંચ્યા.
આગ્રાથી કાલાની સુધીના થોડાક માઈલના ધૂળિયા રસ્તા મેટરમાં બેસીને પૂરો કર્યા.
દયાળભાગ—ઈશ્વરના બગીચા ! જો મારી આર્ભની અસર બરાબર હાય તા, એના સસ્થાપક શહેરને એના સરસ નામ પ્રમાણેના ગુણવાળુ` રાખવા ભારે પરિશ્રમ કરી રહ્યા હતા.
ગુરુની ખાનગી ઑફિસવાળા મકાનમાં મને લઈ જવામાં આવ્યા. પ્રતીક્ષા-ખંડ આકર્ષક અંગ્રેજી ઢબે સુસજ્જ કરવામાં આવેલા. ત્યાં આરામખુરશી પર બેસીને હું સરસ રીતે ર ંગેલી દીવાલાની અને નિચરની સુંદર સાદાઈની કદર કરી શકયો.
પશ્રિમીકરણ ત્યાં જાણે વેર વાળા રહેલું હતું ! યાગીઓની મુલાકાત મને ઝાંખા નીરસ બંગલાઓમાં, એકાંત પર્વતીય ગુફાઓમાં અને નદીતટ પરની અંધારી ઘાસના છાપરાવાળી ઝૂંપડીએમાં થયેલી, પર`તુ એમનામાંના એકને એવા આધુનિક વાતાવરણની
Page #336
--------------------------------------------------------------------------
________________
દાળમાર્ગ
૩૫૩
વચ્ચે મળવાની ધારણા પણ મેં નહાતી રાખી. મને નવાઈ લાગી કે આ અસામાન્ય સંપ્રદાયના નેતા તરીકેના પુરુષ કેવા પ્રકારના હશે !
મારે લાંબા વખત સુધી શંકામાં ન રહેવું પડયું, કારણકે બારણું ધીરેથી ખૂલ્યું અને એ પેાતે અંદર આવ્યા. એ મધ્યમ કદની કાયાવાળા હતા. એમનું માથું સફેદ સ્વચ્છ ફેંટાથી વીંટળાયેલું હતું. એમની મુખમુદ્રા લાક્ષણિક રીતે ભારતીય ન હેાવા છતાં સુસંસ્કૃત હતી. જરાક પીળાશપડતી ચામડી હેત તેા એ શાંત અમેરિકન જેવા જણાઈ આવત. એમની આંખે મેટાં ચશ્માં હતાં અને એમના ઉપલા હેાઠની ઉપરના ભાગમાં નાની મૂ શાભતી હતી. ભારતીય દરજીના આપણી પશ્ચિમી પદ્ધતિના થાડાઘણા ફેરફાર સાથેના સ્વીકાર જેવા ઊઁચી ગરદનનેા, ઘણાં બટનવાળા, લાંખા કેટ પણુ એમણે પડેરેલા હતા.
પાસે આવતી વખતનું એમનું સ્વરૂપ નમ્ર અને સરળ હતું. એમણે વિવેકપૂર્વકના ગૌરવ સાથે મારા સત્કાર કર્યા.
અમારાં અભિનદના પૂરાં થયાં. એ ખુરશી પર બેસી ગયા ત્યાં સુધી મેં રાહ જોઈ અને પછી એરડાના કળાત્મક સુશોભન માટે એમને ધન્યવાદ આપવાનું સાહસ કર્યું..
એમણે સ્મિત કરીને ઉત્તર આપ્યા, ત્યારે એમના મુખમાં તેજસ્વી દાંતની પતિ પ્રકાશી ઊઠી.
ઈશ્વરમાત્ર પ્રેમ નથી, સૌન્દર્યાં પણ છે. માણસ પેાતાની અંદરના આત્માની અભિવ્યક્તિ કરવાનું શરૂ કરે ત્યારે એણે વધારે તે વધારે સૌન્દર્યને પ્રકટ કરવું જોઈએ – પેાતાની જાતમાં જ નહિ પરંતુ આજુબાજુના વાતાવરણમાં અને સંજોગેામાં.’
.
એમનું અંગ્રેજી નેધપાત્ર રીતે સારુ હતું. એમને અવાજ ઝડપી અને વિશ્વાસપૂર્વકના હતા.
થાડા સમયની શાંતિ પછી એમણે ફરી કહેવા માંડયું :
Page #337
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
પરંતુ એરડાની દીવાલા અને એરડાના રાચરચીલા પર એક બીજું અદૃષ્ટ સુશોભન પણ રહેતું હેાય છે. એ ઘણું અગત્યનું હેાય છે. એ વસ્તુઓ મનુષ્યાના વિચારો ને ભાવાનુ વહન કરે છે એની તમને ખબર છે ? પ્રત્યેક ખ'ડ, અને પ્રત્યેક ખુરશી પણ, એને સતત રીતે વાપરનાર વ્યક્તિની અદૃષ્ટ અસરને પ્રકટ કરે છે. તમને એ વાતાવરણનું દન ન થાય તેપણુ એ ત્યાં હેાય છે જ, અને એની પરિધિમાં પ્રવેશે છે તે બધા જ આછેવત્તે અંશે અને અજાણપણે પ્રભાવિત થાય છે.’
૩૫૪
"
<
તમે એમ કહેવા માગેા છે કે માનવના ચારિત્ર્યનું પ્રતિબિંબ પાડનારા પદાર્થોની આજુબાજુ ઇલેકટ્રીક અથવા લાહચુંબકીય કિરણો રહેતાં હોય છે ? ?
• ચાક્કસપણે. વિચારા એમની પાતાની ભૂમિકામાં વાસ્તવિક વસ્તુઓ છે, અને આપણે જેમને કાયમ માટે બરાબર ઉપયેગ કરીએ છીએ તેમની સાથે, ટૂંકા કે લાંબા વખત માટે જોડાઈ જાય છે.’
• એ એક ભારે રસમય સિદ્ધાંત છે.’
"
એ સિદ્ધાંત કરતાં વિશેષ છે. એ એક વાસ્તવિકતા છે. માણુસ સ્થૂળ શરીર ઉપરાંત એક બીજું સૂક્ષ્મ શરીર ધરાવે છે, અને એ શરીરમાં પ્રવૃત્તિનાં એવાં કેન્દ્રો અસ્તિત્વ ધરાવે છે જે ઇન્દ્રિયાની પ્રક્રિયાના સ્થૂળ અવયવોને મળતાં છે. એ કેન્દ્રોદ્વારા એ અદૃષ્ટ શક્તિઓને પારખી શકે છે. કારણ કે જ્યારે એમને શક્તિશાળી બનાવવામાં આવે છે ત્યારે એ માનસિક અને આત્મિક દૃષ્ટિનું દાન કરે છે.’
થોડી વાર અટકળ્યા પછી એમણે ભારતની અવસ્થા વિશે રા પર પડેલી અસરા સંબંધમાં પૂછી જોયું. એમના દેશની આધુનિક જીવન જીવવાની પદ્ધતિએની અવગણનાની, આ પૃથ્વી પરની માણસની ટૂંકી સફરને સુધારનારી યાંત્રિક શેાધેા, સુગમ સગવડા અને આનંદ
Page #338
--------------------------------------------------------------------------
________________
દયાળબા |
૩૫૫
દાયક સુખસામગ્રીઓને લાભ લેવાની એની ઢીલની, સુયોગ્ય રહેઠાણું અને ડમ્પણભર્યા આરોગ્યની માગ તરફના એના દુર્લક્ષની, અને ધાર્મિક અનુષ્ઠાનના આધાર પર ઊભા થયેલા લાગતા મૂર્ખતાપૂર્ણ સામાજિક રિવાજો અને ક્રૂર આદત તરફની એની વધારે પડતી ભક્તિની મેં ખુલ્લા દિલથી ટીકા કરી. મેં એમને સ્પષ્ટ રીતે કહ્યું કે ધર્મગુરુઓની પકડે ભારતની શક્તિઓને ઘણાં દુઃખદ પરિણામો સાથે રૂંધી રાખી છે. ધર્મને નામે કરાતી મેં જોયેલી એવી કેટલીક બુદ્ધિહીન વસ્તુઓનાં મેં ઉદાહરણ આપ્યાં, જેના પરથી એ સફળતાપૂર્વક સાબિત થતું કે ઈશ્વરે આપેલી બુદ્ધિરૂપી બક્ષીસને દુરુપયોગ કે એની અવગણના મનુષ્યો કેવી રીતે કર્યા કરે છે. મારી ખુલ્લા દિલની આચનામાં સાહેબજી મહારાજે પોતાના હોઠ ઉઘાડીને નિશ્ચિત સંમતિને સૂર પુરાવ્યો.
મારા સુધારાના કાર્યક્રમના ભાગરૂપ બનેલા મુદ્દાઓ ઉપર જ - તમે પ્રહાર કર્યો છે. એમણે મારા પર યાદગાર રીતે દૃષ્ટિ સ્થિર કરીને કહી બતાવ્યું.
બધી રીતે જોતાં, પોતે જે કરવા માટે પૂરેપૂરા શક્તિશાળી છે તે કામ તેમને માટે ઈશ્વર કરી દે એવી અપેક્ષા મોટા ભાગના ભારતીયો રાખે છે એવું લાગ્યા વિના નથી રહેતું.”
“બરાબર છે. ધર્મને જેમની સાથે કશી જ લેવાદેવા ન હોય એવી કેટલીય વસ્તુઓને આવરી લેવાના આશયથી અમે હિંદુઓ ધર્મની છૂટથી ચર્ચાઓ કર્યા કરીએ છીએ. મુશ્કેલી એ છે કે પહેલાં પચાસેક વરસ સુધી ધર્મ પવિત્ર અને સજીવ હોય છે. પછીથી એ ફકત તત્વજ્ઞાનમાં અધઃપતન પામે છે. એના અનુયાયીઓ વાતોડિયા બની જાય છે; ધાર્મિક રીતે જીવનારા મનુષ્યો નથી રહેતા. આખરે એના છેલ્લા અને સૌથી લાંબા તબક્કા માટે એ દંભી ધર્મગુરુઓના હાથમાં પડે છે અને અંતે દંભને જ ધર્મ તરીકે સ્વીકારવામાં આવે છે.”
Page #339
--------------------------------------------------------------------------
________________
ઉપદે
ભારતના આધ્યાત્મિ રહસ્યની ખોજમાં
એવા સીધા નિખાલસ દિલના નિવેદનથી મને નિરાંત થઈ.
“સ્વર્ગ ને નરક તથા ઈશ્વર અને એવી બીજી બાબતો સંબંધી તકરારે કરવાથી શું વળવાનું છે? માનવતાને ભૌતિક ભૂમિકાનું કામ વધારે પડે છે અને એ ભૂમિકા સાથે સંબંધ રાખનારી વસ્તુઓની અવગણના એનાથી ન થઈ શકે. આપણા અહીંના જીવનને વધારે સુંદર ને સુખમય કરવાની કોશિશ આપણને કરવા દે.” એમણે પૂરું કર્યું.
એટલા માટે જ મેં તમને શોધી કાઢયા છે. તમારા શિષ્યો ખૂબ જ સારા માણસો દેખાય છે. એક અંગ્રેજની પેઠે એ વ્યવહારુ અને આધુનિક થવાનો પ્રયત્ન કરે છે. ધર્મને ડાળ નથી કરતા પરંતુ સારું જીવન જીવે છે, અને વધારામાં નિષ્ઠાપૂર્વકની નિયમિતતાથી એમની યોગસાધના પણ કર્યા કરે છે.”
સાહેબજીએ સ્વીકૃતિસૂચક સ્મિત કર્યું. તમે એવું નિરીક્ષણ કરી શક્યા એથી મને ખુશી થાય છે.”
એમણે સત્વર ઉત્તર આપ્યોઃ “દયાળબાગમાં આ પ્રવૃત્તિઓને પ્રારંભ કરીને દુનિયાને એ જ વસ્તુ બતાવવાનો હું પ્રયાસ કરી રહ્યો છું – કે ગુફાઓમાં દોડી ગયા વગર માણસ સંપૂર્ણપણે આધ્યામિક બની શકે છે, અને દુન્યવી વ્યવસાય કરતાં પણ ઉચ્ચતમ આદર્શની પ્રાપ્તિ કરી શકે છે.'
“એ પ્રયાસમાં તમે સફળ થશે તે અત્યારે આંકે છે એના કરતાં ભારતીય ધર્મોપદેશની કિંમત જગત ઘણું મોટા પ્રમાણમાં આંકતું થઈ જશે.'
“અમે સફળ થઈશું જ.' એમણે વિશ્વસનીય ઉત્તર આપ્યો ? “ તમને એક વાત કહું. હું અહીં કેલાની શરૂ કરવા માટે પહેલવહેલો આવ્યો ત્યારે મારી મુખ્ય ઇચછાઓમાંની એક ઈચ્છા એ હતી કે આ સ્થળમાં પુષ્કળ વૃક્ષ ઉગાડવાં. પરંતુ બહારના લોકેએ મને કહ્યું કે આ ઉજજડ, રેતાળ જમીનમાં વૃક્ષો ઉગાડવાનું અશક્ય છે. જમના બહુ દૂર નથી અને આ સ્થળ એના જૂના રસ્તા જેવું
Page #340
--------------------------------------------------------------------------
________________
દયાળખાગ
પ૭
કે નદીની પ્રાચીન પથારી જેવું છે. અમારી પાસે કેઈ નિષ્ણુ તે નહેતા, અને એવી કસ વગરની જમીનમાં કઈ જાતનું વૃક્ષ ટકી શકે એ અમારે વારવારના પ્રયોગો અને ઉપરાઉપરી મળતી નિષ્ફળતાદ્વારા શીખવાનું હતું. પહેલે વરસે અમે રેપેલાં લગભગ એકાદ હજારથી વધારે વૃક્ષો નષ્ટ થઈ ગયાં. એમાંથી એક વૃક્ષ ખીલી ઊઠયું. એની નેંધ લઈને અમે અમારા પ્રયત્નો ચાલુ રાખ્યા. અત્યારે દયાળબાગમાં નવ હજાર તંદુરસ્ત વૃક્ષો ઊગી નીકળ્યાં છે. આ તમને એટલા માટે કહી રહ્યો છું કે અમારી સમસ્યાઓને અમે જે દઢતાયુક્ત વલણથી સામનો કરીએ છીએ તેને તમને ખ્યાલ આવશે. અમારા હાથમાં અહીંની ઉજજડ જમીન આવેલી. એ એવી તે નકામી લાગતી કે બીજુ કોઈ એને ખરીદે જ નહિ. હવે તે કેટલી બધી બદલાઈ ગઈ છે તે જોઈ લો !”
તે પછી તમારા વિચાર આગ્રા પાસે એકાદ આડિયા બાંધવાનું છે?”
એ હસ્યા. શહેર જોવાની મારી ઈચ્છા મેં એમને કહી બતાવી.
“ચોક્કસ. હું તમારે માટે એની વ્યવસ્થા તરત જ કરી દઉં છું, પહેલાં દયાળબાગને જોઈ લે, પછી તેને વિશે આપણે વાર્તાલાપ કરીશું. મારા વિચારે અમલી થયેલા જશે ત્યારે તેમને તમે વધારે સારી રીતે સમજી શકશે.”
એમણે કામ માટે વપરાતે ઘંટ વગાડ્યો. થોડીક મિનિટો પછી અડધી તૈયાર થયેલી શેરીઓમાં અને ઊજળાં દેખાતાં કારખાનાંનાં મકાને આગળ થઈને હું નિરીક્ષણયાત્રા કરતો પસાર થયો. કેપ્ટન શર્મા મારા માર્ગદર્શક હતા. પહેલાં એ ભારતીય લશ્કરની તબીબી રેકરીમાં હતા, પરંતુ હવે એમના ગુરુદ્વારા થઈ રહેલા રચનાત્મક પ્રયાસમાં પોતાની સમસ્ત સેવા આપી રહ્યા હતા.
ભા. આ. ૨. . ૨૩
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૫૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
એમના વ્યક્તિત્વના ઝડપી અધ્યયનથી એવી છાપ ઊભી થઈ કે પ્રામાણિક આધ્યાત્મિકતા તથા પશ્ચિમના પુરુષાર્થના એ એક બીજા સંમિશ્રણ જેવા છે.
એક મેાટા, વ્રુક્ષાની હારની વચ્ચેથી પસાર થતેા રસ્તા નાના, સ્વચ્છ શહેર દયાળભાગના પ્રવેશદ્વાર પાસે પહાંચાડતા હતા. ધી શેરીએની બંને બાજુ ઘટાદાર વૃક્ષ દેખાતાં હતાં. વચ્ચેની જગ્યા થાડાં ફૂલાના બગીચાઓથી સુશોભિત લાગતી. મને કહેવામાં આવ્યું કે બગીચાના વિજ્ઞાનને લગતી પ્રવૃત્તિએ માટે જરા પણ અનુકૂળ નહિ એવા સૂકા રણને નાથવાના ઉપરાઉપરી પ્રયત્નાનું એ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
સાહેબજી મહારાજે ૧૯૧૫માં એમની કાલેાની બાંધવાની શરૂઆત કરી ત્યારે રાપેલું સેતૂરનું વૃક્ષ એમની કળાત્મક ભૂમિકાની કદરના પ્રતીક તરીકે ઊભું રહેલું.
ઔદ્યોગિક વિભાગનુ મુખ્ય અંગ મેાડેલ ઈન્ડસ્ટ્રીઝ ’ નામે ઓળખાતાં કારખાનાંઓના સમૂહ હતુ.. એ કારખાનાં મુદ્ધિપૂર્વક તૈયાર કરેલાં, હળવાં, હવાદાર અને વિશાળ હતાં.
X
×
×
સૌથી પહેલાં હું જોડાના કારખાનામાં જઈ ચડયો. ઉપરની ત્રાક પરથી કામગરા પટ્ટાએ સતત રીતે ગણગણાટ કરતા અને યંત્રાની લાંબી હારને ચાલુ કરતા. મેલા જેવા યંત્રવિદ્યા ધેાંઘાટની વચ્ચે હોશિયાર હાથે કામ કરતા હતા, અને નામપ્ટનનાં વિશાળ ઇંગ્લિશ કારખાનાંઓમાં મે જોયેલા કારીગરા જેવા જ એમના કામમાં નિષ્ણાત દેખાતા. કારખાનાના મૅનેજરે મને કહ્યું કે પેાતાનું કળાકૌશલ એ યુરોપમાં શીખ્યા છે. ત્યાં ચામડાની વસ્તુઓની બનાવટની વીસમી સદીની પદ્ધતિઓના અભ્યાસ કરવા એ ગયા હતા.
છૂટ, જોડા, ચ'પલ, હૅન્ડબૅગેા અને ટ્ટાએ યાંત્રિઢ બનાવટની બધી જ પ્રક્રિયામાંથી ભારે અવાજ સાથે પસાર થઈ રહ્યા હતા.
Page #342
--------------------------------------------------------------------------
________________
દૃયાળખાગ
૩૫૯
ત્રા પર કામ કરતા માણસેાએ કાચા શિખા તરીકે શરૂઆત કરેલી. એમને મૅનેજરે શીખવેલું અને એમના કામની તાલીમ આપેલી.
તૈયાર થયેલા કેટલાક માલ યાળભાગ અને આગ્રામાં વેચાત જ્યારે બીજો માલ દૂરના પ્રદેશેામાં પહેાંચાડવામાં આવતો હતા. એ પ્રદેશામાં દુકાના ખેાલવાનું કામ ચાલુ હતું. વેચાણુની વ્યવસ્થા જાતજાતના સ્ટારના વિચાર પર ઊભી કરવાની યેાજનાના એવી રીતે અમલ કરવામાં આવી રહેલા હતા.
હું બીજા મકાનમાં ગયા. ત્યાં કાપડનું કારખાનુ જોવામાં આવ્યું. ત્યાંની પેદાશ સુંવાળા સુતરાઉ અને રેશમી કાપડની હતી. એ કાપડ જુદીજુદી છતાં અમુક મર્યાદિત જાતાનુ હતુ.
એક બીજા મકાનમાં મેં ઇજનેરી યંત્રાનું એક સરસ કારખાનું જોયું. ત્યાં લુહારની ભઠ્ઠી હતી. ત્યાંના ભીમકાય યાંત્રિક હથેાડા પેાતાના વીજળીક પ્રહારથી એ સ્થળની જીવંત પ્રેરણાના પડધા પાડતા હતા. વૈજ્ઞાનિક સાધનેા, પ્રયાગશાળામાં વપરાતી વસ્તુઓ, ત્રાજવાં ને તાલમા। નજદીકના કારખાનામાં તૈયાર થતાં અને એટલી સરસ રીતે તૈયાર થતાં કે એમને સંયુક્ત પ્રાંતની સરકારને આશ્રય મળેલા. સેનાના, નીકલને અને પિત્તળનેા ઇલેકિટ્રકની મદદથી ઢાળ ચડાવવામાં આવતા તેની ખારીક પ્રક્રિયાનું પણ મેં નિરીક્ષણ કર્યું.
· મેાડેલ ઇન્ડસ્ટ્રીઝ ’નાં બીજા ખાતાં ઇલેકિટ્રક પ’ખા, ગ્રામેફાન, છરીઓ અને નિચર બનાવવામાં મશગૂલ હતાં. એક યંત્રશાસ્ત્રીએ એક ખાસ પ્રકારની ધ્વનિપેટીની શેાધ કરેલી, અને નજદીકના ભવિષ્યમાં એને બનાવવાની યાજના પણ થઈ ચૂકેલી.
ફાઉન્ટન પેન બનાવવાનું એક કારખાનુ મારી નજરે પડયુ ત્યારે મને નવાઈ લાગી. મને જાણવા મળ્યું કે ભારતમાં એવું કારખાનુ એ પહેલું જ છે. પહેલી ફાઉન્ટન પેન બજારમાં મૂકતાં પહેલાં પ્રયાગની લાંબી પર પરામાંથી પસાર થવું પડેલું. એ ઔદ્યોગિક અગ્રેસરાને એક વસ્તુએ મૂઝવણુમાં મૂકેલા : તે એ કે સેાનાની
Page #343
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ટાંક પર ટેરવું કેવી રીતે મૂકવું. એક દિવસ એનું રહસ્ય શોધી કાઢવાની આશા એમને જરૂર હતી, પરંતુ તે દરમિયાન ટેરવાને તૈયાર કરવાની પ્રક્રિયામાંથી પસાર થવા ટાંકને અંગ્રેજી પેઢીમાં મેકલવામાં આવતી.
ધંધાકીય તથા સાહિત્યકીય ક્ષેત્રોમાં છાપકામની જરૂરિયાતને પહોંચી વળવા દયાળબાગ પ્રેસમાં છપાઈની સંપૂર્ણ સગવડ કરવામાં આવી હતી. ત્યાંની છપાઈના નમૂના મને હિન્દી, ઉર્દી અને અંગ્રેજી એ ત્રણ ભાષામાં જોવા મળ્યા. “પ્રેમ પ્રચારક” નામનું એક નાનું સાપ્તાહિક પણ ત્યાંનાં યંત્રો પર તૈયાર થતું હતું અને દેશના દૂરના ભાગમાં રહેનાર અનેક રાધાસ્વામીઓને મોકલવામાં આવતું.
પ્રત્યેક મકાનમાં મને એવા કારીગરે જોવા મળ્યા જે કેવળ સંતુષ્ટ જ નહોતા, પરંતુ અત્યંત ઉત્સાહી હતા. મજૂરમંડળની આવશ્યકતા એ જગ્યામાં જરા પણ નહોતી લાગતી. દરેક વ્યક્તિ પોતાને ફાળે આવેલાં નાના કે મોટાં કામ એવી રીતે કરતી કે જાણે એ એક પ્રકારને સાચો આનંદ હોય અને કોઈ વ્યવસાય ન હોય.
શહેરને વીજળી પેદા કરવાની આગવી વ્યવસ્થા હતી. એ વ્યવસ્થાદ્વારા કારખાનાંનાં બધાં જ યંત્રોને અને મેટાં મકાનની છતના નવી હવા પૂરી પાડતા પંખાઓને વીજળી મળતી. એ ઉપરાંત પ્રત્યેક ઘરને સ્થાનિક ખર્ચે વીજળીથી પ્રકાશિત કરવામાં આવતું અને એવી રીતે મેંઘાં મીટરની આવશ્યકતાને દૂર કરવામાં આવેલી.
કૃષિવિભાગમાં એક નાના છતાં આધુનિક ખેતરને સમાવેશ થતો. એ હજુ વિકાસના તબક્કામાં હતું. એની યાંત્રિક સામગ્રીમાં વરાળનું ટ્રેક્ટર અને હળ જેવામાં આવ્યું. ત્યાંની મુખ્ય પેદાશ તાજા શાકભાજી તથા ઘાસચારાની હતી.
એ સૌમાં સૌથી સરસ રીતે તૈયાર કરાયેલ વિભાગે કદાચ દુગ્ધાલયને હતો. એવી ડેરી અને ભારતમાં બીજે ક્યાંય પણ નહોતી દેખાઈ. એ પ્રદર્શનમાં મૂકવાયેગ્ય એક નમૂનેદાર અથવા આદર્શ ડેરી
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૬૧
હતી એમ કહું તેા ચાલે. એનું પ્રત્યેક પશુ એક ખાસ પસંદ કરેલા નમૂના જેવું હતું. એ વધારે નહિ પરંતુ આગ્રા જેટલે દૂર જોવા મળતાં પશુઓથી તદ્દન જુદું જ તરી આવતું હતું. તખેલા એકદમ સાફ રાખવામાં આવતા, અને મને કહેવામાં આવ્યું કે વૈજ્ઞાનિક પદ્ધતિને લીધે ભારતની બીજી સામાન્ય ડેરી કરતાં એ ડેરી સાચેસાચ ઘણું વધારે દૂધ પેદા કરતી હતી. દૂધને ચોખ્ખુ તે ઠંડુ કરવાની તથા તાજુ રાખવાની ચેાજનાનેલીધે સારા, જંતુરહિત દૂધની ઇચ્છાવાળા દયાળભાગ અને આગ્રાના નિવાસીએ માટે એવું દૂધ સૌથી પહેલી વાર મેળવવાનુ` શકન્ય બન્યુ હતું. માખણ બનાવવાનું આયાત કરેલું ઇલેકટ્રિક યંત્ર પણ ત્યાં જોવા મળ્યું. એ વિભાગને બધા જ યશ સાહેબજી મહારાજના એક પુત્રને ફાળે જતા હતા. એ શક્તિશાળી હેાશિયાર યુવકે મને જણાવ્યું કે ઇંગ્લૅન્ડ, હાલૅન્ડ, ડેન્મા અને યુનાઈટેડ સ્ટેટ્સનાં મુખ્ય દુગ્ધાલયાના પ્રવાસ કરીને પેાતાના કામમાં વપરાતી અત્યંત અદ્યતન પદ્ધતિઓના એમણે અભ્યાસ કર્યા છે.
યાળખાગ
કૉલેાનીના પ્રારંભના દિવસેામાં ખેતરામાં તથા શહેરના બોજા ભાગામાં પાણી પૂરું પાડવાની સમસ્યા જરા કઠિન થઈ પડી. પાણી પહેાંચાડવા નહેર ખાદવામાં આવી અને ટાંકા જેવી બીજી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી; પરંતુ પાણીની વધતી જતી માંગણીને પહેાંચી વળવા સાહેબજી મહારાજને વધારાના પુરવઠો શોધવાની ફરજ પડી. એમણે સરકારી એન્જિનીયરાની મદદ લીધી. એને પરિણામે ઊંડા પાતાળકૂવા ખાવામાં આવ્યા અને પાણીની સમસ્યાના ઉકેલ થયા.
કાલાની પેાતાની બૅન્ક પણુ ધરાવતી હતી. એના લેાખંડી સળિયાની બારીએવાળા મજબૂત મકાન પર ‘ રાધાસ્વામી જનરલ ઍન્ડ ઍસ્યુરન્સ બૅન્ક લિમિટેડ ’શબ્દો લખવામાં આવ્યા હતા. બૅન્ક પાસે વીસ લાખ રૂપિયાની પેાતાની માલિકીની મૂડી હતી, અને ખાનગી શરાફી ધંધો કરવાની સાથેસાથે શહેરની અર્થવ્યવસ્થાને પશુ તે અંકુશમાં રાખતી હતી,
Page #345
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
ધ્યાળભાગના મધ્ય ભાગમાં રાધાસ્વામી એજ્યુકેશનલ ઇન્સ્ટિટયુટ હતું. એનુ મકાન કાલાનીમાં સૌથી સુંદર હાઈને યેગ્ય રીતે જ વચ્ચે બાંધવામાં આવેલું. એનું લાલ ઈંટાતુ બસેસ્ડ ફ્રીટનુ બાંધકામ પશ્ચિમી નજરને સારું દેખાતુ હતુ. એની બારીએ સરસ કળામય કમાનાવાળી અને સર્ફેદ સંગેમરમરથી વીંટળાયેલી હતી. એ વિશાળ ભવ્ય મકાનની આગળ ફૂલાના બગીચા હતા.
૩૬૨
એ આધુનિક ઢબી હાઈસ્કૂલમાં ટલાક સેવિદ્યાર્થીએ ભણતા તથા એક પ્રિન્સિપાલ અને લાયકાતવાળા બત્રીસ શિક્ષા એની વ્યવસ્થા કરતા. શિક્ષકા આદર્શવાદી, યુવાન, ઉત્સાહથી થનગનતા અને એમના વિદ્યાર્થીઓની તેમ જ ગુરુ સાહેબજી મહારાજની સેવા કરવાની ભાવનાથી ભરેલા હતા. સામાન્ય શિક્ષણુનું ઉચ્ચ ધોરણ જાળવવામાં આવતુ. 'કાઈ જાતનું નિશ્ચિત ધાર્મિક શિક્ષણ આપવામાં નહેાતું આવતુ, પરંતુ ઉત્તમ ચારિત્ર્યના ઘડતર માટે બનતા બધા જ પ્રયત્ન કરવામાં આવતા. વધુમાં સાહેબજી મહારાજ છેાકરાઓની અવારનવાર મુલાકાત લેતા અને એકઠા થયેલા શ્રોતાઓની આગળ આધ્યાત્મિક વાર્તાલાપ વહેતા કરતા.
વિદ્યાર્થીઓને રમતગમત માટે ઉત્તેજન અપાતું. હોકી, ફૂટબાલ, ક્રિકેટ અને ટેનિસના તેમને ખાસ શાખ હતેા. કેળવણીના એ મકાનમાં સાત હજાર ગ્ર ંથાનું એક પુસ્તકાલય તથા કુતૂહલભર્યું નાનું સંગ્રહસ્થાન હતું.
એક બીજા ભપકાદાર મકાનમાં એ જ ધોરણે ચાલતી છેાકરીઆની કૅલેજ જોઈ. અત્યાર સુધી ભારતીય સ્ત્રીએ જે ભયંકર નિરક્ષરતાના શિકાર બનેલી તે નિરક્ષરતાના નાશ કરવા માટેના સાહેબજી મહારાજના પેાતાની અસર નીચેના વિસ્તારમાં થયેલા નિશ્ચયાત્મક પ્રયાસના એથી ખ્યાલ આવ્યા.
કેળવણીની સંસ્થાઓમાં ટૅકનિકલ કૅાલેજ સૌથી પાછળ બંધાયેલી. એ ફૅલેજમાં મિકેનીકલ, લેકિલ અને આટામાબાઈલ
Page #346
--------------------------------------------------------------------------
________________
દયાળબાગ
એન્જિનીયરીંગને અભ્યાસક્રમ ચાલતો, તેમ જ માલ તૈયાર કરતા ઉદ્યોગો માટે કારીગરોને અને મુકાદોને તાલીમ મળતી. “મોડલ ઇન્ડ્રસ્ટ્રીઝના વિભાગમાં કોલેજના વિદ્યાર્થીઓની વપરાશ માટે ખાસ યંત્રો અને બાંકડાઓ રાખવામાં આવેલા. એને લીધે કોલેજના એારડામાં આપવામાં આવતા શિક્ષણની સાથેસાથે કારખાનાની પરિસ્થિતિ પ્રમાણે પ્રત્યક્ષ વ્યવહારુ અનુભવ પણ મળી રહેતો.
ત્રણે કોલેજોમાં અભ્યાસ કરનારા કેટલાય સો વિદ્યાર્થીઓ માટે થોડાંક આકર્ષક છાત્રાલય હતાં. પ્રત્યેક છાત્રાલય બહુ ભારે નહિ તેવું હવાદાર અને આધુનિક હતું.
શહેરને રહેઠાણવિભાગ દયાળબાગ બાંધકામ ખાતાની દેખરેખ નીચે હતો. તે ખાતું જનાઓ બનાવતું ને બધાં મકાન બાંધતું. દરેક શેરીમાં એની આગવી સ્થાપત્યની સંવાદિતાનું દર્શન થતું, અને એ સાફ દેખાતું કે શહેરની યોજના બનાવનારને એક ઉદ્દેશ કળાત્મક એકરૂપતાને પણ હતો. ભવિષ્યનો ભાડૂત ખાતાના પિતાના નકશાએમાંથી જ પોતાની રુચિ પ્રમાણેના મકાનની પસંદગી કરવા સ્વતંત્ર હવાથી કદરૂપી બાંધણીનાં ભૂલભરેલાં, ગીચ મકાને માટે અવકાશ જ નહોતે. ઓછીવત્તી કિંમતે ચાર જાતનાં નિવાસ્થાને પૂરાં પાડવાનું ધોરણ નક્કી કરવામાં આવેલું. ખરીદનારને એની ચોક્કસ કિંમત ઉપરાંત ડી વધુ રકમ ચૂકવવી પડતી.
કોલેની એક નાની છતાં સુંદર હોસ્પિટલ અને એક પ્રસૂતિગૃહ ચલાવતી હતી. એણે દરેક ક્ષેત્રમાં સ્વાશ્રયી થવાનું ધ્યેય રાખ્યું હતું એટલે જ્યારે મને ખબર પડી કે ગણવેશમાં સજજ થયેલે હાથ ઊંચો કરીને મને સલામ કરતા પોલીસ પણ રાધાસ્વામી સંપ્રદાયને જ સભ્ય છે ત્યારે મને ભાગ્યે જ નવાઈ લાગી. છતાં એની હાજરીએ મારા મનમાં એક જાતની તીખી જિજ્ઞાસાવૃત્તિ પેદા કરી, કારણકે મને લાગતું હતું કે દયાળબાગમાં નીતિનું ધોરણ એટલું ઊંચું છે કે એની ગેરહાજરીમાં અપરાધે માટે અવકાશ
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૬૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ન જ રહે. એને ત્યાં એટલા માટે રાખવામાં આવેલ હતો કે એ અનિચ્છનીય પગપેસારો કરનારાથી એ સ્થાનને સુરક્ષિત રાખે.
પિતાના ભારે કામકાજના દબાણમાંથી સાહેબજી મહારાજ મારે માટે ફરી થડે સમય કાઢી શક્યા ત્યારે એમની પ્રશંસનીય કામગીરી બદલ મેં એમને મારો પ્રશંસાત્મક પુરસ્કાર અર્પણ કર્યો અને અવિકસિત ભારતમાં એવા વિકાસશીલ શહેરની મુલાકાતનું સદ્દભાગ્ય મળ્યું તે બદલ મારું આશ્ચર્ય વ્યક્ત કર્યું.
પરંતુ તમે તેને માટે પૈસા ક્યાંથી લાવો છે ?” મેં પ્રશ્ન કર્યો : “નગરને તૈયાર કરવાના ખર્ચ પાછળ ખરેખર તમે ઘણી મેટી રકમ વાપરી છે !”
“પૈસા કેવી રીતે આવે છે તે જોવાની તક કદાચ તમને આગળ મળી રહેશે.” એમણે ઉત્તર આપ્યો: “રાધાસ્વામી સંપ્રદાયના સભ્યો પોતે જ કૉલેની માટે પૈસા પૂરા પાડે છે. એને માટે એમના પર કઈ જાતનું દબાણ કરવામાં નથી આવતું કે એમની પાસેથી કેઈ સભ્યફી પણ લેવામાં નથી આવતી, પરંતુ દયાળબાગના વિકાસ માટે જે આપી શકાય તે આપવું એ એમની ધામિક ફરજ છે એવું તે માને છે. શરૂઆતના તબક્કાઓમાં જે કે અમારે એ બધી મદદ પર આધાર રાખવો પડ્યો ને રાખવો પડે છે તેપણુ, મારું
ધ્યેય તે એને દયાળબાગને સંપૂર્ણપણે સ્વાશ્રયી બનાવવાનું જ રહ્યું છે. સંપૂર્ણ સ્વતંત્રતા અથવા આત્મનિર્ભરતાની ભૂમિકાએ પહોંચ્યા વિના હું જંપીશ નહિ.”
એને અર્થ એવો છે કે તમને મદદ કરનારા ઘણા શ્રીમંત છે ?'
બિલકુલ નહિ, શ્રીમંત રાધાસ્વામીઓ તો આંગળીને વેઢે ગણાય એટલા જ છે. અમારા બધા જ સભ્યો સાધારણ અથવા સામાન્ય પરિસ્થિતિવાળા છે. અમે જે વિકાસ કર્યો છે તે માટે અનેકને પિતાનું આત્મબલિદાન આપવું પડયું છે. અત્યાર સુધી
Page #348
--------------------------------------------------------------------------
________________
દયાળખાગ
૩૬૫
અમે લાખ રૂપિયા મેળવી અને ખરચી શક્યા છીએ તેનું કારણ પરમપિતા પરમાત્માની કૃપા જ છે. કોલોનીનું ભવિષ્ય નિશ્ચિત છે, કારણકે અમારે સંપ્રદાય વધતો જશે તેમ તેમ એની આવક પણ વધતી જશે. એટલા માટે અમને કદી પૈસાની તંગી નહિ પડે.”
તમારી સભ્યસંખ્યા કેટલી છે ?'
અમારી સભ્યસંખ્યા એક લાખ દસ હજારથી વધારે છે, પરંતુ એમાંથી થોડાક હજાર સભ્યો જ અહીં સ્થાયીરૂપે વસવાટ કરે છે. રાધાસ્વામી મત આમ તો આશરે સિત્તેરેક વરસ જેટલે. જૂને છે છતાં છેલ્લાં વીસ વરસ દરમિયાન એમાં ઘણે મેટો વધારો થયો છે. અને એટલું ખાસ યાદ રાખવા જેવું છે કે અમારી સંસ્થા કાંઈક ગુપ્ત જેવી હેવાથી, એ પ્રગતિ કઈ પણ પ્રકારના જાહેર પ્રચાર સિવાય જ થયેલી છે. જે લેકેની આંખ આગળ આવીને અમારા ઉપદેશને ખુલી રીતે પ્રચાર કરવાની અને કાળજી રાખી હોત તે અમારી સભ્યસંખ્યાને અમે દસગણી વધારી શક્યા હેત. અમારા સભ્યો આખા હિંદુસ્તાનમાં ફેલાયેલા છે છતાં દયાળબાગને પિતાના મુખ્ય કેન્દ્ર તરીકે માને છે અને જેટલી વાર લઈ શકે તેટલી વાર અમારી મુલાકાત લેતા રહે છે. એમણે એમનાં સ્થાનિક મંડળો સ્થાપેલાં છે. એ મંડળના સભ્યો અમે દયાળબાગમાં જે વખતે ખાસ બેઠક કરીએ છીએ એ જ વખતે દર રવિવારે ભેગા મળે છે.”
સાહેબજી એમનાં ચશ્માં લૂછવા માટે થોડુંક અટક્યા.
જરા વિચાર કરે. અમે આ કેલેની બાંધવાની શરૂઆત કરી ત્યારે એને માટે ભેટ અપાયેલી પાંચ હજાર રૂપિયાની રકમથી વધારે રકમ અમારી પાસે નહોતી. અમારી પાસે જમીનને પહેલો ટુકડે ચાર એકરથી મેટો નહોતો. પરંતુ હવે દયાળબાગની હજારે એકર જમીન છે. એના પરથી એવું નથી લાગતું કે અમે ખરેખર વિકાસ કરી રહ્યા છીએ ?”
“દયાળબાગને કેટલે માટે બનાવવા માગો છે?”
Page #349
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
અમારા વિચાર અહીં દસથી બાર હજાર લેાકેાને વસાવવાના અને પછી અટકી જવાના છે. બાર હજાર લેાકેાનું શહેર, જો સારી રીતે વિસ્તરેલું હોય તેા પૂરતું માટું થઈ પડે. તમારા પશ્ચિમના દેશોનાં વિશાળકાય શહેરાની નકલ કરવાની ઇચ્છા મને નથી થતી. એ વધારેપડતી વસતિવાળાં હાય છે અને એને લીધે એમની અંદર અનેક અનિચ્છનીય તત્ત્વા ફાલેફૂલે છે. હું એક એવું ઉદ્યોગનગર બનાવવા માગું છું, જેમાં માણસા સુખપૂર્વક રહી શકે ને કામ કરી શકે તથા જ્યાં એમને પુષ્કળ જગ્યા અને હવા મળી શકે. ધ્યાળભાગના વિકાસ પૂરા થતાં થાડાં વધારે વરસે લાગી જશે. એ પછી એ એક આદર્શ સંસ્થા થઈ રહેશે. મે' જ્યારે સંજોગાવશાત્ સૌથી પહેલાં પ્લેટાનું રિપબ્લિક વાંચ્યું ત્યારે જે ભાવનાએને હું અહીં સાકાર કરવાના પ્રયત્ન કરું છું એમાંની મેાટા ભાગની ભાવનાઓને એમાં વણાયેલી જોઈને મને આનંદ અને આશ્ચર્યના અનુભવ થયા. દાળબાગનું કામ પૂરું કર્યા પછી ભારતમાં બધે જ એના જેવી સંસ્થાએ બને, અથવા પ્રત્યેક પ્રાંતમાં એછામાં આછી એવી એક સંસ્થા તેા જરૂર થાય, અને એને માટે એ એક નમૂના બની રહે એમ ઇચ્છું છું. અનેક સમસ્યાએના મારા પેાતાના ઉકેલ તરીકે હું એને રજૂ કરીશ.’
૩૬
.
ભારત પેાતાની શક્તિને ઔદ્યોગિક વિકાસની દિશામાં વાળે એવું તમે ઇચ્છી રહ્યા છે ? ’
<
×
અવશ્ય. એ એની મેાટામાં મેટી આવશ્યકતા છે છતાં પશ્ચિમમાં તમે એની અંદર ડૂબીને તમારી જાતને ભૂલી ગયા છે. તેમ ભારત એની અંદર ડૂબીને પેાતાની જાતને સંપૂર્ણ પણે ભૂલી જાય એ જોવાનુ` મને નહિ ગમે.’ એ ક્ી વાર હસ્યા ને ખાલ્યા : · સમાજને ભરખી રહેલી ગરીબાઈમાંથી મુક્તિ મેળવવા ભારતે ઔદ્યોગિક સભ્યતાનું નિર્માણુ કરવું જોઈએ એ સાચું છે, પરંતુ મૂડી અને મજૂરીની વચ્ચેના ઘણુને નિવારનારી પદ્ધતિ પર એનું નિર્માણ કરવું જોઈએ. એ પતિના અભાવમાં એવુ ઘણુ કાયમ રહે છે.'
Page #350
--------------------------------------------------------------------------
________________
દયાળખાગ
૩૬૭
“તમે તે કેવી રીતે કરવા માગે છે ?”
સમાજના ભોગે નહિ પરંતુ સૌની સામાન્ય સુખાકારી દ્વારા. વ્યક્તિગત સુખાકારીને આદર્શને નજર સામે રાખીને અમે સહકારી સિદ્ધાંતને અનુસરીને કામ કરી રહ્યા છીએ, અને પ્રત્યેક વ્યક્તિ માને છે કે વ્યક્તિગત સફળતા કરતાં દયાળબાગની સફળતા વધારે મોટી છે. પોતાને બીજે ઠેકાણે મળી શકતા પગાર કરતાં ઘણે ઓછો પગાર લઈને કામ કરનારા નિષ્ણાતે પણ અહીં નથી એમ નહિ. અલબત્ત, હું શિક્ષિત અને તાલીમ પામેલા માણસોની જ વાત કરી રહ્યો છું; અશિક્ષિત મજુરોની વાત નથી કરતે; જે પિતાનું કામ મરજિયાત રીતે અને રાજીખુશીથી કર્યા કરે છે. અમે એક આધ્યાત્મિક હેતુથી પ્રેરિત થયા છીએ અને અમારા બીજા બધા પ્રયત્નની પાછળ એ જ પીઠબળ કામ કરી રહ્યું છે. એને લીધે જ આ સિદ્ધાંતનિષ્ઠા અહીં સારી રીતે કામ કરી રહી છે. કેટલાક માણસો એમને માટે શક્ય હોય તે, પોતાની મફત સેવા પણ આપતા હોય છે. એના પરથી તમને સમજાશે કે અમારા માણસોને જુસ્સા અને ઉત્સાહ કેટલે બધે ઉત્તમ છે. પરન્તુ દયાળબાગ જ્યારે પૂરેપૂરો વિકસશે અને એકદમ આત્મનિર્ભર બની જશે ત્યારે મને આશા છે કે એવા સમર્પણની આવશ્યકતા નહિ રહે. ગમે તેમ, પણ આત્મિક વિકાસ એ જ અમારા મતનું મૂળભૂત ધ્યેય છે, અને એને લીધે જ આ માણસે અહીં એકઠા થયા છે. એટલે આત્મિક વિકાસના માર્ગમાં ઝડપથી આગળ વધવાનું અમારું લક્ષ્ય તો છે જ. તમે મહિને હજાર રૂપિયા કમાઈ શકે તેમ હો તોપણ, અમે મેટા પગાર આપી શકીએ તેમ નથી. એટલા માટે, અહીં આવીને અમારી કોલોનીમાં જોડાઓ તો તમારે એ રકમને એક તૃતીયાંશ જ લે પડે. પછી ધીરેધીરે તમે ઘર બનાવો, પત્નો મેળવે, અને સંતાનની પ્રાપ્તિ કરે. પરંતુ એ દરમિયાન જે તમે તમારી કારકિર્દીની ભૌતિક બાજુને જ વિચાર કરવાનું શરૂ કરો અને જેને માટે અમારી સાથે સાચેસાચ જોડાયા
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૬૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
હે એ આધ્યાત્મિક આદર્શને વિસારે પાડે તે એટલા પ્રમાણમાં તમારું પતન થવા માંડે. તમને દેખાતી આટલી બધી ભૌતિક પ્રવૃત્તિઓ હોવા છતાં અમારા મતની જેને માટે સ્થાપના કરવામાં આવી છે તે મુખ્ય આદર્શનું વિસ્મરણ અમે નથી થવા દેતા.”
મને સમજાયું.'
અમે તમારી પશ્ચિમી સમજણ પ્રમાણેના સમાજવાદી નથી; પરંતુ એ એક હકીકત છે કે અમારે ત્યાં ઉદ્યોગો, ખેતરો, ને કોલેજો સમાજની માલિકી નીચે છે. વધુમાં એ માલિકીપણું જમીન તથા મકાન સુધી વ્યાપેલું છે. તમે અહીં ઘર બાંધે તે ભલે; પરંતુ તેમાં રહે ત્યાં સુધી જ તે તમારું ગણશે. એટલી મર્યાદા સિવાય પ્રત્યેક વ્યક્તિને ગમે તેટલી લક્ષ્મી કે સંપત્તિ ધરાવવાની તથા એકઠી કરવાની અને ગમે ત્યાં ધરાવવાની તથા એકઠી કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા છે. એને લીધે અમે અલબત્ત, સમાજવાદના જુલમોથી બચી જઈએ છીએ. અમારી બધી જ સ્થાનિક સંપત્તિ અને સભ્યોએ સ્વેચ્છાથી કરેલી ધનની સહાયને અમે ધાર્મિક ભાવનાથી ચલાવવાના ટ્રસ્ટ બરાબર માનીએ છીએ. અમારા આધ્યાત્મિક આદર્શની આગળ બીજી બધી વસ્તુ ગૌણ ગણાય છે. આ વહીવટ પિસ્તાળીસ સભ્યોની સમિતિ સંભાળે છે. એ સમિતિ ભારતના જુદા જુદા પ્રાંતનું પ્રતિનિધિત્વ કરે છે અને હિસાબો તપાસવા તેમ જ બજેટ પર વિચાર કરવા વરસમાં બે વાર એકઠી થાય છે. સામાન્ય કામ અને મુખ્ય અધિકાર અગિયાર સભ્યોની બનેલી કાર્યવાહક સમિતિના હાથમાં હોય છે.'
પહેલાં તમે કહ્યું કે દયાળબાગને અનેક સમસ્યાઓના ઉકેલરૂપ તમે રજૂ કરશો. આજની જે મુખ્ય સમસ્યા છે તે આર્થિક સમસ્યાના ઉકેલ તરીકે તેને કેવી રીતે રજૂ કરશે તે મને નથી સમજાતું.”
સાહેબજી મહારાજે શ્રદ્ધાપૂર્વક સ્મિત કર્યું.
Page #352
--------------------------------------------------------------------------
________________
દયાળબોગ
એ મુદ્દા પર ભારતને પણ કશુંક ઉપયેગી એવું અર્પણ કરવાનું હોઈ શકે.” એમણે આગળ ચલાવ્યું: “છેલ્લાં થોડાં વરસે દરમિયાન અમારા ઉત્કર્ષની ગતિને ઝડપી બનાવવા માટે છેલ્લે છેલ્લે અમે અમલમાં મૂકેલી યોજના સંબંધમાં હું તમને કહી બતાવું. મારી દૃષ્ટિએ એ યોજનામાં અત્યંત અગત્યતા ધરાવતા આર્થિક અને સામાજિક સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. અમે એક વારસાગત ફંડની સ્થાપના કરી છે, જે એક હજાર રૂપિયા અને એથી વધારે રકમ ભરી શકનારા અમારા સભ્યોની સહાયને સ્વીકાર કરે છે. અમારી વહીવટી સમિતિદ્વારા એવા પ્રત્યેક લવાજમ ભરનારને પાંચ ટકાથી ઓછું નહિ એટલું વર્ષાસન આપવામાં આવે છે. એના મરણ પછી એ જ વર્ષાસન એની પત્નીને, એના બાળકને, અથવા એણે અગાઉથી જેને નિર્દેશ કર્યો હોય એવી કઈક બીજી વ્યક્તિને આપવામાં આવશે. એ બીજા પુરુષ કે સ્ત્રીને વર્ષાસન માટેના પોતાના અનુગામીની પસંદગી કરવાને એ જ અધિકાર છે. પરંતુ એ પરંપરા પ્રમાણેની ત્રીજી પેઢીથી ભરપાઈ કરવાની બધી રકમ અટકી જાય છે. મૂળ લવાજમ ભરનારને કોઈ જાતના કઠિન સંજોગો ઊભા થાય કે તાત્કાલિક જરૂર જણાય તો એની બધી જ રકમ અથવા એને અમુક હિસ્સો એને પાછો મળી શકે છે. વારસાગત ફંડની યોજના દ્વારા આવી રીતે અમારી સમિતિની તિજોરીમાં લાંબે વખતે લાખો રૂપિયાને પ્રવાહ ચાલશે, અને એ છતાં અમારા સભ્યના પાકીટ પર કોઈ પણ જાતને ભારે બેજે નહિ પડે. એ બધા જે રકમ અર્પણ કરશે તેના બદલામાં એમને ઉદાર આવકની ખાતરી મળશે.”
[ યુરોપિયન અર્થશાસ્ત્ર એને મળતી એવી જ બીજી ઈટલીના પ્રોફેસર રિજ્ઞાનોની યોજનાથી લાંબા વખતથી પરિચિત છે. એ પ્રોફેસર વારસાના કાયદામાં એવી રીતે ફેરફાર કરવાની ઈચ્છા રાખતા હતા કે જેથી ઓછામાં ઓછો વિરોધ થાય અને એ છામાં ઓછો ભોગ આપવો પડે.]
Page #353
--------------------------------------------------------------------------
________________
હ૭૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
“મને લાગે છે કે તમે મૂડીવાદનાં દૂષણ તથા સમાજવાદની ભાવુકતા વચ્ચે સ્પષ્ટ સ્થાન મુકરર કરવા પ્રયાસ કરી રહ્યા છે. ગમે તેમ, પણ મને ખાતરી છે કે તમે પ્રત્યેક પ્રકારની સફળતા મેળવવા ગ્ય છે. અને એવી સફળતા તમને જલદી મળશે એવી આશા રાખું છું.'
મને સ્પષ્ટ રીતે સમજાયું કે વધતા જતા વારસાફડને લીધે છાપૂર્વક કરાતી સહાયને સતત પ્રવાહને લીધે, અને નફે કરવાની ભૂમિકા પર પહોંચેલા ઉદ્યોગોને લીધે, દયાળબાગ પોતાના સફળ ભાવિ માટે સંપત્તિનાં ખાતરીપૂર્વકનાં સાધને ધરાવે છે.
ભારતના કેટલાક જાણીતા નેતાઓ અમારા પ્રયોગનું નિરીક્ષણ કરી રહ્યા છે અને એના પરિણામની રાહ જુએ છે. રાધાસ્વામીઓના સફેદ ફેટાવાળા અધ્યક્ષે કહેવા માંડયું: “થડાકે દયાળબાગની મુલાકાત લીધી છે અને અમારા વિચારોના વિરોધ કરનારા પણ અહીં આવી ગયા છે. ભારતના લેકે દુનિયામાં સૌથી વધારે નિર્બળ અને ગરીબ છે, અને એના નેતા પરસ્પર વિરોધી દવાઓ બતાવ્યા કરે છે. ગાંધીએ એક વાર અહીં આવીને મારી સાથે લાંબે વખત ચર્ચા કરી. એમની ઈચ્છા હું એમની રાજકીય લડતમાં જોડાઉ એવી હતી, પરંતુ મેં ના પાડી. અહીં અમારે રાજકારણ સાથે કાંઈ જ લેવાદેવા નથી. અમે પુનરુત્થાનનાં વ્યવહારુ સાધના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં માનીએ છીએ. જો કે ગાંધીની રાજકીય યોજના સાથે મારે કશો સંબંધ નથી તોપણ, એમના આર્થિક સમસ્યાઓ વિશેના વિચારો મને કપોલકપિત અને અવ્યવહારુ લાગે છે.”
એ ચાહે છે કે ભારત બધાં યંત્રોને દરિયામાં નાખી દે. સાહેબજીએ માથું હલાવ્યું.
ભારત ભૂતકાળમાં પાછું ન જઈ શકે. જે વિશેષ સમૃદ્ધિશાળી બનવું હોય તો એણે આગળ વધવું જોઈએ અને ભૌતિક સભ્યતાનાં સર્વોત્તમ તને વિકાસ કરવો જોઈએ. મારા દેશવાસીઓએ
Page #354
--------------------------------------------------------------------------
________________
દયાળબાગે
૩૭૧
અમેરિકા અને જાપાન પાસેથી પાઠ શીખવો જોઈએ. હાથે કાંતનાર અને હાથે વણનારા માણસ આધુનિક બૌદ્ધિક પદ્ધતિઓના હુમલા સામે જરા પણ ટકી શકે?”
સાહેબજી મહારાજે પોતાના વિચારે વિગતવાર સમજાવવા માંડ્યા ત્યારે મારી નજર સમક્ષ ઘઉંવર્ણ હિંદુ શરીરમાં ગોઠવેલા એક જાગ્રત અમેરિકન મનનું ચિત્ર ઊપસી આવ્યું. એ એમની રીતભાતમાં એવા જ હોશિયાર અને કર્તવ્યપરાયણ હતા, અને એમના વિચારોની અભિવ્યક્તિમાં પણ એટલા જ ચોક્કસ. એ ઉપખંડમાં જવલ્લે જ જોવા મળતાં સામાન્ય બુદ્ધિ, સ્થિરતા ને ડહાપણનાં લક્ષણોને એમનામાં જોવાથી મારે બુદ્ધિવાદી સ્વભાવ એમના પ્રત્યે આકર્ષાય.
એમના ચારિત્ર્યમાંથી વ્યક્ત થતા વિચિત્ર વિરોધાભાસને હું નવેસરથી સમજી શક્યો. યોગની રહસ્યમય પદ્ધતિને અભ્યાસ કરતા એકાદ લાખથી વધારે લેકેના ગુરુ : અને દયાળબાગમાં મારી આસપાસ વીંટળાઈ વળેલી ભાતભાતની ભૌતિક પ્રવૃત્તિઓના પ્રધાન વ્યવસ્થાપક : એ સૌને સમગ્ર રીતે વિચાર કરતાં મને લાગ્યું કે એ એક અત્યંત તેજસ્વી અને ચૈતન્યમય માનવ છે. ભારતમાં જ નહિ પરંતુ આખી દુનિયામાં કોઈ પણ ઠેકાણે એમના જેવા માનવને મળવાની આશા મને નથી રહી.
એમના અવાજથી મારા વિચારોમાં ભંગ પડ્યો.
તમે અહીં દયાળબાગમાં અમારા જીવનનાં બે પાસાં જોઈ લીધાં; પરંતુ અમારી પ્રવૃત્તિઓ ત્રિવિધ છે. માણસની પિતાની સાથે પણ ત્રણ વસ્તુઓ સંકળાયેલી છે : આત્મા, મન અને શરીર. એટલા માટે શારીરિક કામ માટે અમારે ત્યાં કારખાનાં તથા ખેતરો છે. માનસિક વિકાસ માટે કોલેજો છે, અને છેલ્લે આત્મિક પ્રવૃત્તિને માટે સમસભાઓ છે. એવી રીતે અમે પ્રત્યેક વ્યક્તિના સંવાદમય અને સર્વાગી ઉત્કર્ષનું ધ્યાન રાખીએ છીએ. પરંતુ આત્મિક
Page #355
--------------------------------------------------------------------------
________________
ભારતને આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
ઉત્કર્ષ પર અમે સૌથી વધારે ભાર મૂકીએ છીએ, અને અમારા મત અથવા સંપ્રદાયને પ્રત્યેક સભ્ય ગમે ત્યાં રહીને પણ એની વ્યક્તિગત રુચિ પ્રમાણે નિયમિત રીતે યોગસાધના કરવાનો પ્રયત્ન કરે છે.”
હું તમારી એકાદ સમૂહસભામાં જોડાઈ શકું ?”
આનંદપૂર્વક જોડાઈ શકે, અમે પ્રત્યેક સમારંભમાં તમને આવકાર આપીશું.”
પહેલી સમૂહસભા સાથે સવારના છ વાગ્યાથી દયાળબાગની પ્રવૃત્તિઓનો પ્રારંભ થયે. પઢિયું રાત્રિના અંધકારને ઝડપથી દૂર કરવા લાગ્યું. મરણપોક જેવા કાગડાના કર્કશ પિકારોની સાથે ચકલીઓના ચીંચી એવા મીઠા સ્વરનું સંમિશ્રણ થયું. અને બધાં પક્ષીઓએ સૂર્યને એમની આવકારની અંજલિ આપવાને આરંભ કર્યો. હું મારા માર્ગદર્શકની સાથે ચાલતે લાકડાના થાંભલાઓના ટેકાવાળા, કંતાનના વિશાળ મંડપ પાસે આવી પહોંચે.
પ્રવેશદ્વાર આગળ લેકની મેટી મેદની એકઠી થયેલી હતી. ત્યાં પ્રત્યેક વ્યકિત પિતાના ચંપલ કે બૂટ ઉતારતી અને ત્યાં ઊભેલા સેવકેને સુપરત કરતી. એ સ્થળના રીતરિવાજનું પાલન કરીને મેં એ વિશાળ ખુલ્લા હેલ જેવા મંડપમાં પ્રવેશ કર્યો.
એની એક તરફ વચ્ચેના ભાગમાં ઊંચી બેઠક બનાવેલી હતી અને ત્યાં શ્રી સાહેબજી મહારાજ એક ખુરસી પર બેઠેલા હતા. એમના હજારે અનુયાયીઓ એમની આજુબાજુ વીંટળાઈને બેઠા હતા, જેથી એમ લાગતું કે આખીય જમીન માનવશરીરની શેતરંજીથી ઢંકાઈ ગઈ છે. બધાની દષ્ટિ ગુરુ તરફ મંડાયેલી હતી. બધી વાણું શાંત પૂજ્યભાવમાં લીન હતી.
પ્લેટફોર્મની નીચેની જગ્યા તરફ રસ્તો કરીને હું એ સાંકડી જગ્યામાં જેમતેમ કરીને બેસી ગયે. એ જ વખતે બે માણસો હોલની પાછળના ભાગમાં ઊભા થયા અને એમના સ્વર ધીમા ગીતના રૂપમાં વહેવા માંડ્યા. એના શબ્દો હિંદુ હતા અને એને
Page #356
--------------------------------------------------------------------------
________________
યાળમાર્ગ
૩૭૩
તાલ કોઈના પણ કાનને છેક જ પસંદ પડે તેવા હતા. એ સંગીતસ્વર લગભગ પ`દર મિનિટ સુધી ચાલુ રહ્યા. ત્યાં સુધીમાં તે એ વિચિત્ર પવિત્ર શબ્દોએ પ્રત્યેક વ્યક્તિને શાંતિમય દશામાં ડુબાડી દીધી. અને પછી એ શબ્દ ક્રમેક્રમે ધીમા પડતા સંપૂર્ણપણે શાંત થઈ ગયા.
મેં આજુબાજુ જોવા માંડયું. એ વિશાળ મંડપમાં પ્રત્યેક વ્યક્તિ શાંત, સ્થિર અને ધ્યાન કે પ્રાર્થનામાં ડૂબેલી હતી. પ્લૅટફૉર્મ પરની સ્વચ્છ સફેદ વસ્ત્રોવાળી, અહંકારરહિત આકૃતિ તરફ મે દૃષ્ટિ કરી. એના મુખમાંથી અત્યાર સુધી એકે શબ્દ બહાર નહાતા નીકળ્યા. એમના ચહેરા રાજ કરતાં વધારે ગંભીર હતા. એમની જાગ્રત, કાÖરત વૃત્તિ શમી ગયેલી લાગી, અને એમનું મન શાંત ઊંડા ધ્યાનમાં તૂર્કી ગયેલું દેખાયું. એમના સફેદ ફેંટા નીચે વિચારાના કેવા તરંગા પેદા થતા હશે તે ાણુ કહી શકે ? એ બધા જ લેાકેા એમને ઉચ્ચ જીવન સાથેની એમની પવિત્ર કડીરૂપ માનતા હેાવાથી, એમના ખભા પર કેટલી મેાટી જવાબદારી રહેલી હતી ?
એ સંપૂર્ણ શાંતિ ખીજા અડધા કલાક સુધી ચાલુ રહી. કાઈ ઉધરસ કે ખાંસી નહીં, અને કાઈ પણ અવાજ નહિ ! પૂર્વના એ બધા વિચારશીલ લેકાએ શ'કાશીલ પશ્ચિમવાસી માટે ખુલ્લી મુકાયેલી દુનિયામાં એમનાં મનને સંકેલી લીધાં? કોને ખબર ? પરંતુ જેમને લીધે આખુ' નગર થાડા જ વખતમાં ધમધમી ઊઠવાનું હતું તે ભારેખમ પ્રવૃત્તિઓની આશ્ચર્યકારક પૂર્વભૂમિકારૂપ તા એ જરૂર હતું.
અમે અમારા જોડા પાછા લીધા અને શાંતિપૂર્વક ઘર તરફ જવા માટે છૂટા પડયા.
સવારના વખત દરમિયાન મેં અનેક રાધાસ્વામી સાથે વાતચીત કરી. એમનામાંના કેટલાક ત્યાંના નિવાસીએ હતા તે કેટલાક ત્યાંના આવેલા મુલાકાતી સભ્યા. એમનામાંના થેાડાક સારું અંગ્રેજી ખેાલી શકતા હતા. એમનામાં ઉત્તરપશ્ચિમમાંથી આવેલા સા. આ, ૨. ખા, ૨૪
Page #357
--------------------------------------------------------------------------
________________
૭૭૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ફેંટાવાળા માણસે હતા. દક્ષિણના લાંબી ચોટલીવાળા તામિલે હતા, પૂર્વના ટૂંકા કદના ચપળ બંગાળીઓ હતા. અને મધ્યપ્રાંતના દાઢીવાળા માન હતા. એમની સ્વમાનની ભાવનાથી અને એમની આધ્યાત્મિક આકાંક્ષા સાથે એટલું જ વર્ચસ્વ ધરાવતી ચતુરાઈભરી વ્યવહારકુશળતાથી હું પ્રભાવિત થયો. એમની ઈચ્છાઓ આકાશમાં ઊંચે ઊડતી તે એમના પગ નક્કર પૃથ્વી પર દઢતાપૂર્વક ચાલતા રહેતા. અહીં જોવા મળતા શહેરીઓ એવા હતા જેમને માટે કઈ પણુ નગર ગૌરવ લઈ શકે એવું લાગ્યા વિના ન રહ્યું. મને એમના તરફ કુદરતી લાગણી થયા કરતી અને એમને માટે અત્યંત આદરભાવ થતો, કારણ કે એ પેલા વિરલ ગુણથી સંપન્ન હતા-ચારિત્ર્ય!
બપોર પછી થોડી નાની સભા ભરવામાં આવી. એ ટૂંકી અવિધિસરની સભા મુલાકાતી સભ્યોના લાભ માટે ભરવામાં આવી હતી. એ દરમિયાન વ્યક્તિગત સમસ્યા પર ચર્ચા કરવામાં આવી, પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્યા, અને સૌની સાથે સંબંધ ધરાવનારી સામાન્ય વાતોની છણાવટ કરવામાં આવી. પિતાની આગળ ઉપસ્થિત થતી પ્રત્યેક વસ્તુને નિકાલ કરવામાં સાહેબજી મહારાજ જે માર્ગ અખત્યાર કરતા તે માર્ગ અથવા ઢબમાં અસાધારણ શક્તિમત્તા દેખાઈ આવતી. એમની બોલવાની પદ્ધતિ વિનોદથી ભરેલી, વાતચીત કરતા હોય એવી હતી. કોઈના તરફથી નાજુકમાં નાજુક પ્રશ્ન પૂછવામાં આવે તે પણ એને ઉત્તર આપવામાં એ પાછા ન પડતા, અને વિવિધ પ્રકારની આધ્યાત્મિક તેમ જ ભૌતિક સમસ્યાઓ સંબંધમાં ઝડપી અને શ્રદ્ધાપૂર્વકના અભિપ્રાય આપી દેતા. એમના આખાય વ્યવહારમાં સંપૂર્ણ આત્મવિશ્વાસ અને શાંત નમ્રતાના અસાધારણ અને સફળ સુમેળની છાપ દેખાઈ આવતી. એમનામાં ચિત્તાકર્ષક વિનોદવૃતિ હતી એવું એ બતાવી આપતા. એ વિનોદવૃત્તિ એમના આનંદપૂર્ણ ઉલેખમાં અવારનવાર ટપકી પડતી.
સાંજે બીજી સમૂહસભાનું આયોજન થયું. કેલોનીના પ્રત્યેક કારખાનાએ, સ્ટાર અને ખેતરે એ દિવસને માટે પોતાની પ્રવૃત્તિઓ
Page #358
--------------------------------------------------------------------------
________________
દયાળમાંગ
૩૭પ
બંધ રાખેલી, અને એવી રીતે એ વિશાળ તંબૂ માટી માનવમેદનીથી લેાલ ભરાઈ ગયા. સાહેબજી મહારાજ પેાતાની પ્લેટફોર્મ પરની ખુરસી પર ફરી વાર બેસી ગયા. એમના અનુયાયીઓની મંડળીએ એમની બેઠક પાસે પહેાંચીને વહીવટી સમિતિના ક્રૂડ માટે એમને ચરણે ઐચ્છિક ફાળા આપવા માંડયો. એનું મેં નિરીક્ષણ કર્યું સમિતિના બે સભ્ય એ બધા ફાળાને એકઠો કરતા હતા અને એની નાંધ ૨ ખતા.
એ સભાની મુખ્ય ઘટના તેા સાહેબજી મહારાજના લાંબા પ્રવચનની હતી. એમની પ્રવચન કરવાની શૈલી સારી હેાવાથી, એમના હજારો અનુયાયીએ એમની સરસ રીતે ખેાલાયેલી હિંદીને ભારે એકાગ્રતાથી સાંભળવા માંડવ્યા. ઊંડી લાગણીથી ભારે ભાર ભરેલી આકર્ષક શૈલીમાં એ એમના અંતરમાંથી ખેાલતા દેખાયા. એમના જ્વલંત જુસ્સાથી અને ઉત્કટ ઉત્સાહથી એ એવા તા સજીવ લાગ્યા કે એમના શ્રોતાએ પરની પ્રેરક અસર લગભગ સ્પષ્ટપણે દેખાઈ આવી.
×
×
×
પ્રત્યેક દિવસે એવા એકસરખા કાર્યક્રમ ચાલુ રહ્યો. સાંજની સભા લગભગ બે કલાક ચાલતી હેાવાથી સૌથી વધારે વખત લઈ લેતી. સાહેબજી મહારાજની માનસિક શક્તિના સંબંધમાં એના પરથી ઘણુંઘણું કહી શકાતું, કારણ કે એ કાર્યક્રમ એ પ્રકારની મુશ્કેલી વિના તેમ જ એમના રાજના અદ્ભુત સામર્થ્યથી ચાલુ રાખતા. એમના સાંજના પ્રવચનને વિષય શા હશે તેની ખબર અગાઉથી કાઈને પણ ન પડતી. એ મુદ્દા વિશે મેં એમને પ્રશ્ન પૂછ્યો એટલે એમણે ઉત્તર આપ્યા :
ખુરસી પર બેસું છું ત્યારે મને વિષયની જરા પણુ ખબર નથી હાતી. પ્રવચનના પ્રારંભ કર્યાં પછી પણુ, મારું આગળનું વાકય શું હશે અથવા પ્રવચનની પૂર્ણાહુતિ કેવી રીતે થશે તે હું નથી જાણતા. હું એ પરમપિતા પર પરિપૂર્ણપણે શ્રદ્ધા રાખું છું.
*
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૭૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
મારે જે કાંઈ જાણવાની જરૂર હેાય છે તેને વિશે એ તરત જ કહી દે છે. હું અંદરખાનેથી એમન! આદેશની પ્રાપ્તિ કરુ છું. હું સાચેસાચ એમને અધીન છું.’
એમના પ્રથમ પ્રવચનના શબ્દો કેટલાક વિસા સુધી મારા મનમાં ધેાળાતા રહ્યા. ગુરુને સર્વસમર્પણ કરવાના એના મધ્યવર્તી વિચાર જ્યાં સુધી એને મેં સાહેબજી મહારાજ આગળ રજૂ ન કર્યાં ત્યાં સુધી મને ઉત્તેજિત કરતા રહ્યો. અમે ધ્યાળભાગની વચ્ચેના મેદાનના જાજમ બિછાવેલા ટુકડા પર બેઠા અને એ હરિયાળી જગ્યા પર બેસીને મિત્રતાભરી ચર્ચા શરૂ કરી.
એમણે એમના મુદ્દાનું પુનરુચ્ચારણ કર્યુ અને ઉમેયુ... : ‘ગુરુ એકદમ આવશ્યક છે. આત્મિક ક્ષેત્રમાં આત્મનિર્ભરતા જેવું કશું જ નથી હતું.'
પરંતુ એ આવશ્યક ગુરુને તમે મેળવ્યા છે ? ' મે' હિંમતપૂર્વક પ્રશ્ન કર્યાં.
· નિ:સંશય. સાચા ગુરુ મને મળ્યા તે પહેલાં ચૌદ વરસ મે એમની શાધમાં વિતાવેલાં.
"
ચૌદ વરસ ? તમારા જીવનના એક ૫'ચમાંશ ! એ શું ઉચિત
હતું ?
.
* સદ્ગુરુની શેાધમાં જે સમય ગાળવામાં આવે છે તે સમય વીસ વરસના હાય તાપણુ કદી વ્ય નથી જતા.' એમણે પ્રકાશના ચમકારાની પેઠે ઝડપથી જવાબ આપ્યા : હું માનતા થયા ત્યાં સુધી તમારા જેવા જ શકાશીલ હતા. અને પછી આત્મિક પ્રકાશના પાવન પંથને ખાલી આપનારા ગુરુને શેાધવા માટેના પ્રયત્નામાં હું મરણિયા બની ગયા. હું યુવાન હતેા તે સાથે સત્યની પ્રાપ્તિ માટે ફક્ત પાગલ હતા. જે સત્યનું અસ્તિત્વ હાય તે! મને એના પ્રકાશ પહેાંચાડવા મેં વૃક્ષાને, ઘાસને અને આકાશને પ્રાના કરવા માંડી. પ્રકાશની યાચના કરતાં મસ્તક નીચું રાખી બાળકની પેઠે મે
Page #360
--------------------------------------------------------------------------
________________
દયાળબોગ
//
૩૭૭
ડૂસકાં ખાતાં હૃદયને વહેતું કર્યું. આખરે એ બેજે મારાથી વધારે વખત સુધી ન સહી શકાય. એ દૈવી શક્તિ જ્યાં સુધી મને યોગ્ય માનીને કાંઈક પ્રકાશ પૂરે ના પાડે ત્યાં સુધી અત્યાગ કરીને મૃત્યુ સુધી ભૂખે રહેવાને નિર્ણય કર્યો. મારાથી લાંબે વખત કામ પણ ન કરી શકાયું. બીજે દિવસે રાતે મને એક સરસ સ્વપ્ન આવ્યું. એમાં મને એક ગુરુએ દર્શન આપીને પિતાની એવી રીતે ઓળખ આપી. મેં એમનું ઠેકાણું પૂછયું કે તેમણે ઉત્તર આપ્યો કે “અહાબાદ! તને મારું પૂરેપૂરું ઠેકાણું પાછળથી જણાશે.” વળતે દિવસે મેં એ શહેરમાં રહેતા મારા એક મિત્રને મારા સ્વપ્નની વાત કરી. એ થોડી વાર પછી મારી પાસે એક સમૂહફાટા સાથે પાછા આવ્યા અને મને પૂછયું કે એ સમૂહમાં હું ગુરુની મુખાકૃતિને ઓળખી શકું છું કે કેમ. મેં એની તરફ તરત જ આંગળી કરી બતાવી. મારા મિત્રે તે પછી સ્પષ્ટીકરણ કર્યું કે એ અલ્હાબાદના એક ગૂઢ જેવા મંડળને સભ્ય છે અને મેં જે આકૃતિ બતાવી તે એમના ગુરુદેવ પોતે છે. એ પછી હું વહેલી તકે એમના સંસર્ગમાં આવે, અને એમને શિષ્ય થયો.”
“કેટલું બધું રસિક કહેવાય !”
“તમે ફક્ત યોગની પ્રક્રિયાઓને જ આધાર લેતા હો અને તમારા જ બળ પર આધાર રાખતા હો તોપણ, તમારી સાચા દિલની પ્રાર્થના તે જ દિવસે સંભળાશે જ્યારે તમને ગુરુને મેળાપ થશે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. તમારે કઈક પથપ્રદર્શક તે જોઈશે જ. પ્રામાણિક, દઢ ને સંપૂર્ણ નિશ્ચયવાળા સાધકને એના સાચા ગુરુની પ્રાપ્તિ આખરે થાય છે જ.”
એવા ગુરુને શી રીતે ઓળખી શકાય ?' હું પ્રશ્ન પૂછતાં ગણગણ્યો.
સાહેબજીના ચહેરા પર વિશ્રાંતિ દેખાઈ અને એમની આંખમાં એક ક્ષણ માટે આનંદની ઝલક ફરી વળી.
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૭૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
ગુરુ પહેલેથી જ જાણે છે કે એમની પાસે કેણ આવવાનું છે, અને એ એમને લેહચુંબકની પેઠે પોતાની તરફ આકર્ષે છે. એમના ભાગ્યમાં ગુરુની ભક્તિ ભળે છે અને એના પરિણામમાંથી મુક્તિ મેળવવાનું મુશ્કેલ હોય છે.
જુદાજુદા રૂપરંગવાળા માણસોની નાની મંડળી અમારી આજુબાજુ એકઠી થઈ ગઈ અને ઝડપથી વધવા લાગી. થોડા વખતમાં તો સાહેબજી મહારાજના એકને બદલે પચાસથી સાઠ શ્રોતા બની ગયા. - “ તમારા રાધાસ્વામી સિદ્ધાંતોને બને તેટલું સ્પષ્ટ ખ્યાલ મેળવવાને હું પ્રયાસ કરી રહ્યો છું. મેં તેમને કહેવા માંડયું ?
પરંતુ એમને સમજવાનું કામ ખૂબ જ કપરું છે. તમારા એક શિષ્ય મને તમારા મતના પહેલાંના ગુરુ પરમ પૂજ્ય બ્રહ્મશંકર મિશ્રનાં એ વિષય પરનાં કેટલાંક લખાણ વાંચવા આપ્યાં છે. એને લીધે મારા મગજને વધારે પડતું કામ કરવું પડે છે.”
સાહેબજ હસવા માંડયા.
“રાધાસ્વામી મતના સંદેશનાં સત્યોને સમજવાની ઇચ્છા હેય તે તમારે અમારી ગક્રિયાઓને અભ્યાસ કરવો જોઈએ. એ ક્રિયાઓને રેજને અભ્યાસ અમારા સિદ્ધાંતની બૌદ્ધિક સમજણ કરતાં અમે ઘણો વધારે મહત્ત્વને માનીએ છીએ. અમે જેમને આધાર લઈએ છીએ તે ધ્યાનની સંક્ષિપ્ત પદ્ધતિઓ તમને નથી સમજાવી શકતો તે માટે દિલગીર છું, કારણકે અમારા મનમાં જે જોડાવા ઈચ્છે છે ને સ્વીકારાય છે તેમને જ તે ગુપ્તતાની પ્રતિજ્ઞા સાથે શીખવવામાં આવે છે. પરંતુ એ બધાને પાયે “નાદ–ગ.” અથવા અમે સામાન્ય રીતે કહીએ છીએ તે પ્રમાણે અંદરના શબ્દનું શ્રવણ છે.”
જે લખાણન અભ્યાસ કરું છું તે કહે છે કે નાદની શક્તિને લીધે સૃષ્ટિનું સર્જન થયું.”
Page #362
--------------------------------------------------------------------------
________________
યાળખાગ
૩૭૯
ભૌતિક દષ્ટિકાણથી જોતાં કહેવુ જોઈએ કે તમે તેને ખરાખર સમજ્યા છે, પરંતુ વધારે સાદી ભાષામાં કહીએ તેા કહી શકાય કે સર્જનની શરૂઆતમાં પરમાત્માની પહેલી પ્રવૃત્તિ નાદના પ્રવાહને પેદા કરવાની હતી. સૃષ્ટિ કેટલાંક જડ તત્ત્વ કે પરિબળાનું પરિણામ છે એવું નથી સમજવાનું. અમારા સમાજના સભ્યા એ દૈવી નાદથી પરિચિત છે, અને એ નાદના ધ્વનિને ઝીલી શકાય છે. અમારી એવી માન્યતા છે કે નાદા એમનેા આવિર્ભાવ કરનાર શક્તિની અથવા એમના ઉદ્ભવસ્થાનની છાપ લઈને આવે છે. એ શક્તિ સાથે એમનો સબંધ હેાય છે. એટલા માટે શરીરને, મનને અને ઇચ્છાશક્તિને સયમમાં રાખીને અમારા સભ્યામાંથી કાઈ એ દેવી નાદને આતુરતાપૂર્વક અને પેાતાની અંદરથી સાંભળે છે ત્યારે, એ દિવ્ય નાદને સાંભળતાંવેત જ એની વૃત્તિએ પરમાત્માના પૂ જ્ઞાન તેમ જ કલ્યાણુ તરફ ઉપર ઊઠે છે.’
‘ માણસની ધારી નસેામાં વહેતા લેાહીના ધબકારાના શબ્દ જ એ દૈવી શબ્દ કે નાદ છે એવી કલ્પના કરાતી હેાય એ શું શકય નથી લાગતું ? પેાતાની અંદરનો બીજો વળી કયા નાદ સાંભળી શકાય તેમ છે ?
"
"
અમે કેાઈ જાતના ભૌતિક નાદની નહિ પરંતુ આત્મિક નાદની વાત કરી રહ્યા છીએ. આપણી ભૌતિક ભૂમિકા પર નાદના રૂપમાં જે શક્તિનું દર્શન થાય છે તે તેા જેને લીધે સૃષ્ટિનો આવિર્ભાવ થયેા છે તે સૂક્ષ્મતર શક્તિનો માત્ર પડઘો રૂ છે. તમારા વૈજ્ઞાનિકાએ જેવી રીતે મેટરને લેકિટસીટીમાં ઘટાડી નાખી છે, તેવી રીતે ભૌતિક ભૂમિકા પર સંભળાતી શક્તિને વધારે ને વધારે ઊંડે ઊતરીને આપણે નાના રૂપમાં પકડી કે અનુભવી શકીએ છીએ. એ નાદ આત્મિક ભૂમિકા પર અસ્તિત્વ ધરાવતા હેાવાથી આપણા સ્થૂળ કાનથી અજ્ઞાત હાય છે. નાદ જે પ્રદેશમાંથી પેદા થાય છે તે પ્રદેશની અસરવાળા હેાય છે અને એથી, અમુક ચેાક્કસ રીતે તમે તમારા ધ્યાનને તમારી અંદૃર એકાગ્ર કરી તા એક દિવસ એવા રહસ્યમય
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૮૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
શબ્દોને સાંભળી શકે જેમની ઉત્પત્તિ સૃષ્ટિના પ્રાકટય વખતે આરંભની અવ્યવસ્થા વખતે થઈ હતી અને જે પરમાત્માનું સાચું નામ રજૂ કરે છે. માનવની આધ્યાત્મિક પ્રકૃતિમાં એ શબ્દના ઉપરાઉપરી પડઘા પડે છે. અમારી ગુપ્ત યોગસાધનાની મદદથી એ પડઘા સાંભળવા અને એમના મૂળ સુધી પહોંચી જવું એ ખરું જોતાં સ્વર્ગમાં પહોંચી જવા બરાબર છે. એ રહસ્યમય નાદના શ્રવણ માટે સહાયક થવાના ઉદ્દેશથી નક્કી કરવામાં આવેલી રાધાસ્વામી મતની સાધનાને જે માણસ વિશ્વાસપૂર્વક આધાર લે છે તે, આખરે એના અંદરના કાન સાથે એ દેવી નાદ અથડાય છે ત્યારે, ઊંડા આનંદમાં ડૂબીને પિતાની જાતને ભૂલી જાય છે.”
“તમારો ઉપદેશ ભારે નવાઈ પમાડે તેવો અને ન છે.'
“પશ્ચિમને માટે, પરંતુ ભારતને માટે તો નહિ જ. કબીરે બનારસમાં ઠેઠ પંદરમી સદીમાં નાદ-યોગનું શિક્ષણ આપેલું.”
“ પશ્ચિમની પ્રજાને આ વાત કેવી રીતે કહેવી તે નથી સમજાતું.”
“એમાં મુશ્કેલી છે જ ક્યાં? સંગીત એ નાદને એક પ્રકાર છે, અને એના શ્રવણથી માણસ એક જાતની ભાવસમાધિમાં ડૂબી જાય છે, તેને સ્વીકાર તે તમે કરશો જ. તે પછી અંદરથી સંભળતા સ્વર્ગીય નાદની અસર એને કેટલી બધી વિશેષ થાય?” - “જરૂર. જે કઈ એવું પુરવાર કરી આપે કે અંદરનું સંગીત સાચેસાચ અસ્તિત્વ ધરાવે છે તે હું તમારી સાથે સંમત થાઉં છું.”
સાહેબજીએ પિતાનું મસ્તક હલાવ્યું.
તમારી બુદ્ધિને સંતોષવા માટે હું તમારી આગળ કેટલીક દલીલની રજૂઆત કરું, પરંતુ મને લાગે છે કે તમારે તેના કરતાં કશુંક વધારે જોઈએ છે. કેવળ તર્કશક્તિને આધાર લઈને દેહાતીત અથવા શરીરથી ઉપરની દશા કે ભૂમિકાનું અસ્તિત્વ મારાથી કેવી રીતે પુરવાર કરી શકાય ? અવિકસિત મગજદ્વારા આ ભૌતિક જગતથી પરનું કશું ન અનુભવી શકાય એ સાવ સ્વાભાવિક છે. આધ્યાત્મિક અને સર્વોત્તમ પુરાવો અથવા પ્રાથમિક અનુભવ
Page #364
--------------------------------------------------------------------------
________________
દયાળબોગ
૩૮૧
મેળવવાની ઈચ્છા હોય તે તમારે ગની સાધનાનો ખંતપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. માનવશરીરમાં આપણે સામાન્ય રીતે જાણીએ છીએ તેના કરતાં ઘણું ઊંચાં કામ કરવાની ખરેખરી શક્તિ છેઃ આપણું મગજનાં કેન્દ્રોના સૌથી અંદરના ભાગો સૂક્ષ્મ લેકે સાથે સંબંધ ધરાવે છે. યોગ્ય તાલીમદ્વારા એ કેન્દ્રોને શક્તિશાળી બનાવીને એ સૂક્ષ્મ લેકાથી માહિતગાર થઈ શકાય છે: અને એ બધાં કેન્દ્રોમાંનું સૌથી અગત્યનું કેન્દ્ર આપણને ઉત્તમ પ્રકારની ઈશ્વરીય સભાનતા કે પરમાત્મપરાયણતાની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થાય છે.”
તમે શરીરશાસ્ત્રના જ્ઞાતાઓ કહે છે તે જ મગજનાં કેન્દ્રોને ઉલેખ કરી રહ્યા છે ?”
કાંઈક અંશે એ તો કેવળ શારીરિક અવયવો છે અને એમની અંદરથી સૂક્ષ્મ કેન્દ્રો કામ કરે છે. ખરેખરી ક્રિયા તે એ સૂમ કેન્દ્રોમાં જ થતી હોય છે. એ કેન્દ્રોમાં સૌથી અગત્યનું કેન્દ્ર આજ્ઞાચક્રનું કેન્દ્ર છે. એ કેન્દ્ર ભ્રમરની મધ્યના પ્રદેશમાં આવેલું છે. એ માનવની અંદરની આત્મસત્તાની ગાદી છે. કોઈ માનવને એ જગાએ ગોળી મારે તો તેનું મૃત્યુ ચેકકસ અને તરત જ થઈ જાય. આંખના, કાનના અને નાકના તથા બીજા જ્ઞાનતંતુઓમાંથી વહેતા આત્મિક શક્તિના પ્રવાહ એ ચક્રમાં આવીને એક થાય છે.'
આજ્ઞાચક્રનાં મુખ્યમુખ્ય કર્તવ્યને વિષય અમારા ડોકટરોને માટે હજુ પણ કેયડારૂપ છે.” મેં ટીકા કરી.
એ હોઈ શકે છે. મનુષ્યના મન તથા તનને જીવન તેમ જ ચેતન પ્રદાન કરનારી વ્યક્તિગત આત્મસત્તાનું એ ફેકસ અથવો તેજસંકર્ષ સ્થાન છે. એ કેન્દ્રમાંથી જ્યારે આત્મસત્તા પાછી હઠી જાય છે ત્યારે સ્વપ્ન, ગાઢ નિદ્રા તથા સમાધિની દશા પેદા થાય છે અને એ કેન્દ્રને એ છેવટે ત્યાગ કરે છે ત્યારે શરીર અચેતન બની જાય છે. માનવશરીર સમસ્ત સૃષ્ટિના સારભાગરૂપ છે, સૃષ્ટિના
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૮૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખાજમાં
સર્જન કે આવિર્ભાવ માટે વપરાયેલાં બધાં જ તત્ત્વાનુ પ્રતિનિધિત્વ એમાં નાના પાયા પર કરવામાં આવ્યું છે, અને સઘળાં સૂક્ષ્મ ક્ષેત્ર કે પ્રદેશોની સાથે એ સંબધ ધરાવે છે, એટલા માટે આપણી અંદરના આત્મતત્ત્વ માટે ઉત્તમાત્તમ આધ્યાત્મિક વિકાસની પ્રાપ્તિ કરવાનું તદ્દન શકય છે. આજ્ઞાચક્રમાંથી છૂટીને એ ઉપરની દિશામાં આગળ વધે છે ત્યારે મગજના રાખેાડી પટ્ટામાંથી પસાર થતા માર્ગેથી આગળ વધીને એ વિશ્વમન સાથે સંપર્ક સાધે છે, અને સફેદ પદાર્થીમાંથી પસાર થતા મા એની વૃત્તિને ઉત્તમ પ્રકારનાં આત્મિક સત્યા તરફ દોરી જાય છે. પરંતુ એવે! ઉત્તમ પ્રકારના આત્મભાવ પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિયાની બધી જ બહારની ક્રિયાઓને બધ કરવી જોઈએ. એ સિવાય બહારના વિષયેામાં ઢાડતી વૃત્તિઓને રોકી નથી શકાતી. એટલા માટે, અંદરની સમાધિની ઉત્તમેાત્તમ કક્ષાની પ્રાપ્તિ થતાં સુધી, પેાતાની આજુબાજુના વાતાવરણમાંથી પેાતાના ધ્યાનના પ્રવાહને પેાતાની અંદર પા વાળવાને પરિણામે સધાતી અદ્ભુત અને સંપૂર્ણ એકાગ્રતાને અભ્યાસ કરવા એ અમારી યાગસાધનાના સાર છે.”
એ ગહન રીતે કહેવામાં આવેલા સૂક્ષ્મ ને ગુપ્ત વિચાશને પચાવવાના પ્રયાસ કરતાં મેં બીજી બાજુએ જોવા માંડયું. અમારી આજુબાજુનું સારું એવું મંડળ અમારા વાર્તાલાપમાં ઊંડેા રસ લઈ રહ્યું હતું. એમના ગુરુદેવના શબ્દોમાં જે શાંત ખાતરી રહેલી હતી એણે મને આકર્ષ્યા પરંતુ...
"
તમે કહ્યું કે આ બધાં નિવેદનની ચકાસણી કરવાના એકમાત્ર મા` તમારી નાદ-યાગની પદ્ધતિઓને અભ્યાસ કરવાના
છે. પરતુ એ પતિઓને તમે ગુપ્ત રાખેા છે.’ મેં ફરિયાદ કરી, અમારા સમાજમાં પ્રવેશવાની જે અરજી કરે છે અને જેની અરજી સ્વીકારાય છે તેને અમારી આત્મિક સાધનાની પદ્ધતિ મૌખિક રીતે કહી બતાવવામાં આવે છે,’
"
Page #366
--------------------------------------------------------------------------
________________
દયાળબાગ
૨૮૩
તમે મને સૌથી પહેલાં કોઈ વ્યક્તિગત અનુભવ કે વિશ્વાસ પેદા કરે તે પુરા ન આપી શકે ? તમે જે કહે છે તે સંપૂર્ણ સાચું હશે, પરંતુ મારું હૃદય તેને માનવાની ઈચ્છા રાખે છે.”
તમારે પહેલાં અમારી સાથે જોડાવું જ જોઈએ.”
હું દિલગીર છું. મારાથી તે નહિ થઈ શકે. મારું ઘડતર જ એવી જાતનું છે કે પુરાવા વિના કઈ વસ્તુને માનવાનું મારે માટે મુશ્કેલ છે.”
સાહેબજીએ નિરૂપાય હોય એ અભિનય કરતાં એમના હાથ ફેલાવીને કહ્યું :
“તો પછી મારાથી શું થઈ શકે? હું પરમપિતાને અધીન છું.'
દિનપ્રતિદિન સમાજના સભ્યોની જેમ નિયમિતતાથી મેં બધી જ સમૂહસભાઓમાં ભાગ લેવા માંડ્યો. એમની સાથે હું શાંતિ પૂર્વક ધ્યાન કરતો અને એમના ગુરુદેવનાં પ્રવચન સાંભળતા. હું એમને છૂટથી પ્રશ્નો પૂછતે અને મને પ્રાપ્ય વિશ્વવિષયક તથા માનવવિષયક રાધાસ્વામી મતના ઉપદેશના અંગેનું અધ્યયન કરતો.
એક દિવસ બપોર પછી એક શિષ્ય સાથે દયાળબાગથી એકાદ માઈલ દૂર જંગલ શરૂ થતું હતું ત્યાં હું ફરફરતે જઈ પહોંચ્યો. ત્યાંથી જમુના તરફ વળીને આખરે અમે એ વિશાળ નદીના તટ પર બેસી ગયા. રેતીથી ભરેલા સીધા ચઢાણવાળા સ્થળેથી અમે આગ્રા તરફ વિસ્તરેલા મેદાની પ્રદેશમાં વળાંક લેતા અને માર્ગ કરતા પ્રસન્ન પાણીનું નિરીક્ષણ કરવા માંડ્યા. એક મોટું ગીધપક્ષી અવારનવાર અમારા માથા પરથી પાંખો ફફડાવીને પિતાના ઘર તરફ જવા માટે ઊડ્યા કરતું હતું.
જમના નદીના તટપ્રદેશ પર કેઈક ઠેકાણે શ્રીકૃષ્ણ ગોપીઓની સાથે એમને પોતાની સુંદર અને આકર્ષક વાંસળીથી તથા પિતાના પ્રેમથી મુગ્ધ કરતા વિજયી બનીને વિહાર કરતા હતા. આજે એ
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૮૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
હિન્દુ ધર્મના દેવોમાં કદાચ સૌથી વધારે પૂજનીય અથવા આરાધ્ય દેવ તરીકે પ્રતિષ્ઠા પામ્યા છે.
“તાજેતરનાં કેટલાંક વરસ સુધી આ સ્થળ જંગલી જનાવરોના નિવાસસ્થાન જેવું હતું. મારા સાથીદારે કહેવા માંડયું?
અને રાત્રી દરમિયાન જેના પર દયાળબાગનું નિર્માણ થયું છે તે જગ્યા પર તે આંટાફેરા કરતાં. હવે તેમણે આ જગ્યા છેડી દીધી છે.”
અમે બેચાર મિનિટ સુધી શાંતિથી બેસી રહ્યા. એ પછી એમણે જણાવ્યું :
અમારી સમૂહસભાઓમાં ભાગ લેનારા યુરોપવાસી તમે સૌથી પહેલા છે. છતાં તમે છેલ્લા તે નહિ જ હે. તમે બતાવેલી સમજદારી અને સહાનુભૂતિની અમે કદર કરીએ છીએ. તમે અમારા મંડળમાં શા માટે નથી જોડાતા ?”
: “કારણકે મને કેઈ સંપ્રદાયમાં શ્રદ્ધા નથી. તદુપરાંત જેને તમે માનવા માગતા હે તેને સહેલાઈથી કે વગર સમજેયે માની લેવાનું જોખમકારક છે.”
. એમણે પોતાનાં ઘૂંટણ ઊંચાં કર્યા અને તેના પર પિતાની હડપચી ટેકવી રાખી.
“અમારા ગુરુદેવની સાથે તમારે સમાગમ તમારે માટે ગમે તેમ તો પણ લાભકારક થઈ પડશે. અમારી સાથે જોડાવા માટે તમને કોઈ જાતનું દબાણ નહિ કરું. અમે કોઈનું ધર્માતર કરવાને પ્રયાસ નથી કરતા અને અમારા સભ્યોને કેાઈને ઉપદેશ આપવાની અનુજ્ઞા પણ આપવામાં નથી આવતી.”
“આ મંડળના અસ્તિત્વની ખબર તમને કેવી રીતે પડી?”
તદ્દન સાદી સીધી રીતે. મારા પિતાજી ઘણાં વરસોથી આ મંડળ કે સમાજના સભ્ય છે. એ દયાળબાગમાં રહેતા નથી, પરંતુ અવારનવાર એની મુલાકાત લે છે. એવી એક મુલાકાત દરમિયાન એ મને એમની સાથે લઈ આવેલા, પરંતુ એમણે મને
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૮૫
એમાં જોડાવાની લાલચ નથી આપી. આશરે બે વરસ પહેલાં મારા મનમાં કેટલીક બાબતાની મૂંઝવણ પેદા થઈ તેથી એમની માન્યતાના સખધમાં જુદાજુદા મિત્રોને મળીને મે' પ્રશ્નો પૂછવા માંડયા. મે મારા પિતાજીને પણ પૂછી જોયું, અને એમણે જે જણાવ્યું તેના પરથી મને રાધાસ્વામી મતના ઉપદેશેા તરફ ખેંચાણુ થયું. સમાજના સભ્ય તરીકે મારા સ્વીકાર કરવામાં આવ્યેા, અને વખતના વીતવા સાથે મારા વિશ્વાસ સાચા ઠર્યા છે. પેાતાનું સમસ્ત જીવન મૂંઝવણમાં ગાળ્યા પછી જ ખીજા અમારી સાથે જોડાઈ શકયા છે. એ દૃષ્ટિએ જોતાં કદાચ હું ભાગ્યશાળી હતા.’
યાંળખાગ
તમારી પેઠે હું પણ મારી શકાઓના ઉકેલ એટલી જ સહેલાઈથી ને ઝડપથી કરી શકું તેા...?' મેં શુષ્કતાથી જવાખ આપ્યા.
અમે બંને ફરી પાછા મૌનમાં ડૂખી ગયા. જમનાનુ ઘેરું વાળી પાણી મારી દિષ્ટને આકર્ષી રહ્યું, અને હું અજ્ઞાત રીતે ઊંડા દિવાસ્વપ્નમાં સરી પડયો.
આ ભારતવાસીઓની જાણ્યેઅજાણ્યે થતી અધી જ વિચારણા વિશ્વાસથી તેમ જ કાઈ પ્રકારના ધર્મ, સંપ્રદાય કે પવિત્ર ગ્રંથ પ્રત્યે વફાદારી ધરાવવાની આવશ્યકતાથી ર‘ગાયેલી છે. ભારતમાં અધમથી માંડીને ઉત્તમ સુધીના પ્રત્યેક પ્રકારના મતનું પ્રતિનિધિત્વ થયેલું જોવા મળે છે.
એક વાર હું ફરતા ફરતા ગંગા પરના એક નાનકડા મદિર પાસે જઈ પહેાંચ્યા. એના સ્થા કામુક આલિંગનમાં રત સ્ત્રીપુરુષોને ચિતાર આપતી કાતરેલી આકૃતિઓથી ઢંકાયેલા હતા, અને એની દાવાલા પશ્ચિમના પાદરીને ખળભળાવી નાખનારાં શૃંગારી ઢસ્યાના ચિત્રકામથી ભરેલી હતી. હિંદુ ધર્મમાં એવી વસ્તુએને માટે અવકાશ છે. અને એવું પણ હોય કે જાતીયવૃત્તિને ગટરમાં નાખી દેવા કરતાં એને ધાર્મિક રીતે થતા સ્વીકાર વધારે સારા છે. પરંતુ એથી આગળ વધીને જોઈએ તે, માનવને માટે શકય હેાય તેવી ઊંચામાં
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૮૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ઊંચી અને પવિત્રમાં પવિત્ર ભાવનાઓનો સમાવેશ કરનારા મતોનું દર્શન પણ નથી થતું એવું નથી સમજવાનું. ભારત એવું અનેરું છે !
પરંતુ એ દેશમાં બીજે ક્યાંય પણ મને રાધાસ્વામી જેવા આશ્ચર્યજનક મતનો પરિચય નથી થયો. એની અસાધારણતાનો ઇનકાર નહિ કરી શકાય. સંસારની સૌથી પ્રાચીન વિદ્યા યોગને યુરોપ અથવા અમેરિકાના અદ્યતન ઢબના સમૃદ્ધ શહેરની ભારે દબાણવાળી યાંત્રિક સભ્યતા સાથેની આ વિરોધાભાસી સમન્વય સાહેબજી મહારાજ વિના બીજા કોના મગજમાંથી ઉદ્દભવીને સાકાર બની શકે ?
દયાળબાગ એના અત્યારના દેખીતા મહત્ત્વ વિનાના સ્થાનમાંથી આગળ આવીને ભારતીય ઇતિહાસમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરશે ખરો ? ભારતમાં અત્યાર સુધી જે વસ્તુઓનો ઉકેલ કેઈની દ્વારા પણ ન આણી શકાયો હોય એવી ઊલટસૂલટી અટપટા શબ્દની સમસ્યારૂપ હોય તે પણ એના પરથી એમ તે નહિ જ કહેવાય કે આવતાં વરસો એનો ઉત્તર નહિ આપી શકે.
ગાંધીના મધ્યયુગવાદના ઉપદેશોને સાહેબજીએ હસી કાઢેલા અને ગાંધીના મુખ્ય નિવાસસ્થાન અમદાવાદમાંથી એ હાસ્યના હજુ પણ પડઘા પડી રહ્યા છે. સાબરમતી નદી પરથી કારખાનાઓની પચાસ ઊંચી ચિમનીઓ ગણી શકાય છે, જે ખેડૂતોની હાથકારીગરીના શાસ્ત્રને પ્રેરણા આપનારા સફેદ, લાકડાના બંગલાઓના સાધારણ સમૂહની અવગણના કરતાં ધુમાડા કાઢલ્યા કરે છે.
જીવનના જરૂરી વ્યવસાયો ચલાવવાની ભારતની પરંપરાગત પદ્ધતિઓનો પશ્ચિમની રીતભાતેની જમ્બર અસરને લીધે ભાંગીને ભૂકે થઈ જવા માંડ્યો. ભારતના દરિયાકિનારે ઊતરેલા પહેલા યુરેપવાસીઓ સરસામાનની ગાંસડીઓ સાથે જ મહેતા આવ્યા પરંતુ વિચારે પણ લાવેલા. કાલીકટના શાંત બંદર પર વા ડા ગામાએ એના દાઢી વધેલા ખલાસીઓને ઉતાર્યા ત્યારે આટલી
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૮૭
ઝડપી ગતિએ ચાલી રહેલા આજના પશ્ચિમીકરણના ક્રમ ચાલુ થયા. ભારતનું ઔદ્યોગિકરણ મંદ ગતિએ તેમ જ પ્રાયોગિક દશા પૂરતું શરૂ થયું હોવા છતાં શરૂ તા થયું જ છે. યુરેાપને બદલામાં બુદ્ધિના પુનરુત્થાન, ધાર્મિક સુધાર અને ઔદ્યોગિક ક્રાંતિના સામને કરવા પડયો છે, અને એ વસ્તુએથી એ આગળ વધ્યું છે. ભારત જાગ્યું છે અને એ વસ્તુએ માટે હરણફાળ ભરવી પડશે એવું સમજી ગયુ` છે. એ હવે એના પ્રશ્નો છે, એ યુરોપવાસીઓનું આંધળુ અનુકરણ કરશે કે પછી એમને ઉકેલવાને પોતાના અને કદાચ વધારે સારા રસ્તા શોધી કાઢશે ? સાહેબજી મહારાજના અસાધારણ યેાગદાન કે ફાળા તરફ એક દિવસ એનું ધ્યાન કેન્દ્રિત થશે ખરું?
જો હું કાઈ બાબત વિશે ચાક્કસ હાઉ તા આ વિશે ચેાક્કસ છું. ભારત લાંબા વખત પહેલાં જેના જોટા ન જડે એવા ગાળી નાખનારા ઘડામાં કે તબક્કામાં નંખાશે. જીશી પ્રથાએથી બંધાયેલા અને આંધળી ધાર્મિક પર પરાઓમાં કે બનેલેા સમાજ વધારેમાં વધારે બેથી ત્રણ દસકામાં નાશ પામશે. એ ચમત્કાર લાગશે, પરંતુ એ થઈને જ રહેશે.
દયાળખાગ
સાહેબજી મહારાજ દેખીતી રીતે જ એ પરિસ્થિતિના પૂરેપૂરો પાર પામી ગયેલા. એ સમજતા કે આપણે નવા જમાનામાં જીવી રહ્યા છીએ : ખીન્ન દેશની જેમ ભારતમાં અને બધે જ પુરાણી વ્યવસ્થાના નાશ થઈ રહ્યો છે. એશિયાની સુસ્તી તેમ જ પશ્ચિમની વ્યાવહારિકતા એ વિસંવાદિતાએ બનીને કાયમ રહેશે? એ એવું નહેાતા માનતા. યાગીએ દુન્યવી મનુષ્યના જેવાં વસ્ત્રો શા માટે ન પહેરવાં જોઈએ ? એટલા માટે એમણે આદેશ આપ્યા કે યેાગીએ પેાતાના હંમેશના એકાંતવાસને ત્યાગ કરીને સંચાઓનું નિયંત્રણુ કરતા માણસે સાથે તથા અશાંત, કાલાહલપૂર્ણ જનસમૂહેામાં મળી જવું જોઈએ, એમણે વિચાયુ કે યાગીને માટે કારખાનામાં, આફિસમાં અને સ્કૂલમાં ઊતરવાના અને પ્રવચન તથા પ્રચારારા નહિ પરંતુ પ્રેરણામય કહ્રારા એ સૌને આધ્યાત્મિકતાના રંગ
Page #371
--------------------------------------------------------------------------
________________
૨૮૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
લગાડવાના અવસર આવી પહેાંચ્યા છે. રાજ્યરાજની ભરચક પ્રવૃત્તિઓના માર્ગને સ્વર્ગના માર્ગ બનાવી શકાય છે તે બનાવવા જોઈએ. મહેનતુ માણસેાની જીવનપદ્ધતિથી એકદમ અલગ પડી જતી જીવનની આધ્યાત્મિક પાયા પર રચાયેલી યાગપદ્ધતિને લેાકેા પેાતાની મેળે મહત્ત્વની માનેલી મૂર્ખતાના છેતરનારા સ્વરૂપ જેવી ગણુતા થઈ જાય એવું પણ બની શકે.
યોગ જો થાડાક યાગીઓના શાખ જ રહેવાના હોય, તા વર્તમાન જગતને જરા પણ કામ નહિ લાગે અને એના મરવા માંડેલા વિજ્ઞાનના છેલ્લા અવશેષોનુ અસ્તિત્વ પણ મટી જશે. જો એ કેટલાક કૃશકાય સાધુએના અંગત આનંદની જ સામગ્રી બનવાના હાય, તેા કલમ અને હળ ચલાવનારા, એન્જિનના આરડાએના ભારેખમ મેલા વાતાવરણમાં વિચરનારા, શૅરબજારોના ધેાંધાટા વેઠનારા અને દુકાનેાના ધમાલિયા ધંધા કરનારા આપણે એના તરફથી આપણું મુખ તેડાઈપૂર્વક ફેરવી લઈશું. અને આજે આધુનિક પશ્ચિમનું જેવું વલણ હશે તેવું જ વલણુ આધુનિક ભારતનું પણ ઘેાડા જ વખતમાં થઈ રહેશે.
સાહેબજી મહારાજે પરિસ્થિતિના અનિવાયૅ પ્રવાહની ભારે ચતુરાઈપૂર્વક પહેલેથી જ ઝાંખી કરી અને યોગેાના પ્રાચીન વિજ્ઞાનને આધુનિક રીતે ઉપયોગ કરીને એને જીવંત રાખવા માટે અસરકારક પ્રયાસ કર્યો. એ પ્રેરણાપ્રદાયક પરિશ્રમી પુરુષ પેાતાની જન્મભૂમિમાં પેાતાની છાપ છેાડી જશે એમાં શંકા નથી. એ સમજી ચૂકેલા કે એમના દેશ લાંબા વખત સુધી પ્રમાદમાં પડી રહ્યો છે. એ સ્પષ્ટતાપૂર્વીક જોઈશકયા હતા કે તૈયાર માલસામાન, વેપાર અને આધુનીકરણ પામેલી ખેતીથી ધબકતું પશ્ચિમ શા માટે વધારે સ ંપત્તિશાળી જીવન જીવી રહ્યું છે. એમણે એ પણ જોયું કે યોગવિદ્યા ભારતે એના પ્રાચીન ઋષિએ પાસેથી મેળવેલા મહામૂલા વારસારૂપે ટકી રહી છે, પરંતુ એકાંત સ્થાનામાં રહીને એને જીવતી રાખનારા ગણ્યાગાંઠચા મહાપુરુષો એમના વર્ષોંના નષ્ટ થતા જતા અવશેષો જેવા છે.
Page #372
--------------------------------------------------------------------------
________________
દયાળબોગ
૩૮૯
એને પણ એમને ખ્યાલ આવ્યો. એમના મૃત્યુની સાથે યોગનાં સાચાં રહસ્ય પણ મળી જશે એ હકીકત એમના ધ્યાન બહાર ન રહી. એટલા માટે વિચારનાં સૂક્ષ્મતમ અને સર્વોચ્ચ શિખરે પરથી નીચે ઊતરીને એ આપણું જમાનામાં, વીસમી સદીના શક્તિશાળી પ્રયત્નવાળા વાતાવરણમાં, આવી પહોંચ્યા અને બંનેની વચ્ચે સંબંધ સ્થાપિત કરવાનો પરિશ્રમ કરવા માંડયા.
એમને એ પ્રયાસ અત્યંત તરંગી કે વિચિત્ર હતો? ના. એથી ઊલટું એ ખૂબ જ આદરણીય હતો. આપણે એવા દિવસોમાં જીવી રહ્યા છીએ જ્યારે અરેબિયાની મહમદની કબર ઈલેકટ્રિક લાઈટથી પ્રકાશિત કરવામાં આવે છે. અને મારો કક્કોના રણની રેતી પરથી ઊંટને બાજુ પર રાખીને ભભકાદાર, મોજશોખ પૂરો પાડે એવી મોટામાં મુસાફરી થાય છે. તો પછી ભારતના સંબંધમાં શું ? તદન વિરોધી સભ્યતાની અસર નીચે આવીને સૈકાઓની નિદ્રામાંથી ઝબકીને જાગેલા એ વિશાળ દેશે પણ પોતાની ભારેખમ પોપચાંવાળી આંખને ઉઘાડતા જવું જોઈશે. અંગ્રેજોએ રેતીના રણને ફળદ્રુપ જમીનમાં પલટાવવા કરતાં વધારે કામ કર્યું છે. ખેતીવાડીને મદદ કરનારી અને મોટી નદીઓનાં પૂરને નિયમનમાં રાખનારી નહેરો તથા બંધની યોજનાઓ કરતાં વધારે કર્યું છે. પશ્ચિમોત્તર સરહદ પર શાંતિ તેમ જ સંપત્તિની સલામતી માટે અત્યંત કુશળ સૈનિકોની દુર્ભેદ્ય દીવાલ તૈયાર કરવા કરતાં અને વિવેકી બુદ્ધિવાદી વિચારોને તંદુરસ્ત વાયુને વહેતે કરવાથી વધારે કર્યું છે.
લીલીછમ ઉત્તર અને દૂરની પશ્ચિમ દિશામાંથી ગોરાઓ. આવી પહોંચ્યા. ભાગ્યદેવતાએ ભારતને એમનાં ચરણોમાં મૂકી દીધુ. માત્ર થોડાક નજીવા પ્રયાસેથી આખા દેશ પર એમને અધિકાર સ્થાપિત થયો.
શા માટે ? ભા. આ. ર. એ. ૨૫
Page #373
--------------------------------------------------------------------------
________________
૯૦.
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
એશિયાના ડહાપણુ અથવા જ્ઞાન અને પશ્ચિમના વિજ્ઞાનનું જતન કરનારું જગત એક દિવસ કદાચ એવી સંસ્કૃતિનું સર્જન કરશે જે પ્રાચીનતાને શરમાવશે, આધુનિક્તાની હાંસી ઉડાવશે, અને ભવિષ્યની પેઢીને આશ્ચર્યચકિત કરી મૂકશે.
મારા ચિંતનને પ્રવાહ અટકી ગયો. માથું ઊંચું કરીને મેં મારા સાથીદારને સંબોધીને પ્રશ્ન પૂછયો. એમણે મને સાંભળ્યો હોય એવું ન લાગ્યું. સૂર્યાસ્તના છેલ્લા રાતા પ્રકાશનું પ્રતિબિંબ પાડતી નદી પર તાકતા એ બેસી રહ્યા. એ સમય સાંજને હતો. આકાશમાંથી, વેગપૂર્વક અદશ્ય થઈ જતા સૂર્યના મોટા ગાળાનું હું નિરીક્ષણ કરવા લાગ્યો. એ વખતની નીરવતા અવર્ણનીય હતી. એ સુંદર દશ્યથી મૂક બનેલી આખીય પ્રકૃતિ કામચલાઉ વિશ્રાંતિ કરતી હોય એવું દેખાયું. મારું હૃદય એ સર્વોત્તમ શાંતિનું પાન કરવા માંડયું. મેં મારા સાથી તરફ ફરી દષ્ટિ કરી. એમની આકૃતિ ઝડપથી એકઠા થતા આછા અંધકારની ચાદરથી લપેટાવા લાગી.
અંધારી રાત્રીની ગોદમાં સૂર્ય એકાએક સરકી પડો ત્યાં સુધી અમે થોડીક વધારે ક્ષણે સુધી એ નીરવ શાંતિમાં બેસી રહ્યા.
મારા સાથીદારે ઊભા થઈને મારી સાથે અંધકારના ઓળામાંથી દયાળબાગ તરફ પાછા ચાલવા માંડયું. પ્રકાશનાં બિંદુ જેવા હજારે તારાઓના ચંદરવા નીચે અમારી સહેલ પૂરી થઈ.
સાહેબજી મહારાજે દયાળબાગ છેડીને સારે એવો આરામ કરવા માટે મધ્ય પ્રાંતના કેઈક સ્થળમાં જવાનો નિર્ણય કર્યો. એ અવસરને મેં અમારી વિદાયના નિર્મિત સમય જે માની લીધે અને એ જ દિશામાં જવાની યોજના બનાવી. અમારે તિમરણી સુધી સાથેસાથે સફર કરવાની હતી. એ પછી અમારા રસ્તા બદલાવાના હતા.
રાતના એકાદ વાગ્યે અમે આગ્રા સ્ટેશને આવી પહોંચ્યા. વીસેક જેટલા ખાસ શિષ્ય એમના ગુરુની સાથે આવ્યા હોવાથી
Page #374
--------------------------------------------------------------------------
________________
ાળખાગ
૩૯૧
અમારી મડળી ડીક ડીક ધ્યાન ખેંચે તેવી બની હતી. કાઈએ સાહેબજીને માટે ખુરસી આણી. એ એના પર એમના ભાવિક અનુયાયીઓ વચ્ચે બેસી ગયા, અને મેં અપ્રકાશિત પ્લેટફાર્મ પર ફરવા માંડયુ.
દિવસ દરમિયાન મેં મારા દયાળભાગના નિવાસનું અવલેાકન કયું તે! મને સખેદ સમજાયું કે મને કાઈ યાદગાર અંતરંગ અનુભવ નથી થયા, તથા મારા પર કૃપા કરીને જીવનના ગૂઢ રહસ્યનું આત્માને ઉપર ઉઠાવતું કાઈ દર્શીન પણ મને નથી કરાવવામાં આવ્યું. મેં એવી આશા રાખેલી કે ચેાગના કેાઈ વિશાળ ઉજજવળ અનુભવને લીધે મારા માનસિક અંધકાર એકાદ બે કલાક માટે પણ દૂર થશે, અને એને લીધે યાગના માર્ગ પર શ્રદ્ધાના બળ પર જ નહિ પરંતુ અનુભવના આધાર પર આગળ વધવાનું મારે માટે શકય બનશે. પર ંતુ ના, મને એવા આશીર્વાદ ન મળ્યા. કદાચ હું એને માટે યાગ્ય નહિ હાઉં. એમ પણ હોય કે મારી માગણી ઘણી વધારેપડતી હતી. મને કાંઈ સમજ ન પડી.
એ બેઠેલી આકૃતિ પર મે' અવાનવાર નજર નાખી. સાહેબજી મહારાજ જે આકર્ષીક વ્યક્તિત્વ ધરાવતા હતા તે વ્યક્તિત્વે મને મુગ્ધ કર્યા. એ અમેરિકનની સાવધાનતા અને વ્યાવહારિકતા, સાચા ચારિત્ર્યને માટેની અંગ્રેજોની રુચિ તેમ જ ભારતની ધાર્મિકતા અને ચિંતનશીલતાના વિચિત્ર સંમિશ્રણરૂપ હતા. આધુનિક જગતમાં એમના જેવા માનવ વિરલ હશે. લાખથી વધારે સ્ત્રીપુરુષોએ એ માણસને એમના આંતરજીવનનું સુકાન સુપરત કરેલું હતું. તે છતાં રાધાસ્વામીએના એ નિરભિમાની ગુરુ સંપૂર્ણ સરલતા ને નમ્રતાની મૂર્તિ બનીને બેસી રહેલા.
આખરે અમારી ગાડીએ સ્ટેશનમાં ગર્જના કરી અને એન્જિનના માથા પરથી રાક્ષસી બત્તી પાટાઓના પસાર થવાના માર્ગ પર પ્રખર પ્રકાશ પાથરી રહી. સાહેબજીએ એમના રિઝ કરેલા ડખામાં પ્રવેશ કર્યો અને બાકીના અમે બુધા ખીજા ડબામાં ગાઠવાઈ ગયા.
Page #375
--------------------------------------------------------------------------
________________
૧૯ર.
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં મેં થોડા કલાકની ઊંઘ માટે મારી જાતને લંબાવી, અને સવારે માન્યામાં ન આવે એવા સૂકા ગળા સાથે જાગે ત્યાં સુધી શું થયું તેની ખબર પણ મને ન પડી.
એ પછીના થોડાક કલાક દરમિયાન ગાડી જ્યાં જ્યાં ઊભી રહી ત્યાં ત્યાં નજીક રહેનારા કે કેટલાય માઈલ દૂરથી આવેલા સાહેબજીના અનુયાયીઓ એમના ડબાની બારી પાસે ટાળે વળતા દેખાયા. એમને એમના પ્રવાસની પહેલેથી જ ખબર અપાઈ હોવાથી,
એ ટકા મેળાપના અવસરનો લાભ લેવા એ બધા આતુર હતા. કારણકે ભારતમાં કહેવાય છે કે ગુરુને એક ક્ષણને પણ સમાગમ મહત્વનાં આત્મિક અને ભૌતિક પરિણામે પેદા કરે છે.
મેં સાહેબજી સાથે એમના પિતાના ડબામાં મારા છેવટના ત્રણ કલાક પસાર કરવાની મંજૂરી માગી, અને એ મંજૂરી મેળવી લીધી. ત્યાર બાદ દુનિયાની પરિસ્થિતિ વિશે, પશ્ચિમના દેશી વિશે, ભારતના ભાવિ વિશે અને એમના પિતાના મત કે સંપ્રદાયના ભાવિ વિશે અમે લાંબી ચર્ચામાં ઊતરી પડ્યા. છેવટે એમણે મને એમની પ્રસન્ન, નત્ર અને નિખાલસ ઢબે કહેવા માંડયું?
“હું તમને ખાતરી આપું છું કે ભારત માટે પિતાને દેશ છે એ ભાવ મને નથી થતું. હું મારા દષ્ટિકોણમાં વિશ્વબંધુત્વની ભાવનાથી ભરેલું છું અને બધા મનુષ્યોને મારા ભાઈ તરીકે માનું છું.' - એવી નવાઈ પમાડનારી નિખાલસતાએ મને આનંદ આપો. એમની આખીય વાતચીત સંબંધમાં એવું હતું કે એ હંમેશાં પોતે કહેવા ધારેલા મુદ્દા તરફ એકસરખા ચાલ્યા જતા. પ્રત્યેક વાક્યને ઉપયોગ એ પોતાના ધારેલા નિશ્ચિત લક્ષ્યની સિદ્ધિ માટે કરતા; અને પિતાની માન્યતાઓને પૂરેપૂરી હિંમતપૂર્વક પ્રદર્શિત કરતા તેમ જ વળગી રહેતા. એમની સાથે વાર્તાલાપ કર, એમના મનને ગાઢ પરિચય કરવો, એ એક આવકારદાયક અનુભવ હતું. એ હંમેશાં કઈક અણધાર્યા વાક્ય સાથે કે વિવિધ વિષયો પરના કોઈ નવા દષ્ટિબિંદુ સાથે પોતાની જાતની રજૂઆત કરતા.
Page #376
--------------------------------------------------------------------------
________________
દયાળખાગ
૩૯૩
સપાટ પ્રદેશ પરથી પસાર થતી ગાડી હવે એવી રીતે ચાલવા માંડી કે જેને લીધે બારીમાં થઈને મારી આંખમાં અસહ્ય સૂર્ય પ્રકાશ પડવા માંડ્યો; તીખ તાપ શરીરને શેકવા લાગ્યો. નિર્દય કઠેર કિરણે મનને કંટાળો આપવા માંડયાં. મેં સૂર્યની ગરમીથી રક્ષણ કરવા માટેનું ખાસ સાધન કાઢયું, અને ઈલેકિટ્રક પંખો ચાલુ કરીને બપોરના તાપથી ડીક રાહત મેળવી. સાહેબજી મહારાજે મારી અગવડને ખ્યાલ કરીને પ્રવાસની પેટીમાંથી થોડાંક સંતરાં કાઢઢ્યાં. એમને નાના ટેબલ પર મૂકીને એમણે મને પોતાની સાથે ખાવાને આદેશ આપ્યો.
આનાથી તમારા ગળાને ટાઢક વળશે. એમણે જણાવ્યું.
એમની છરીની મદદથી એ સંતરાંની રંગીન છાલને ધીમેથી ઉતારવા માંડી ત્યારે એમણે ઊંડા વિચારમાં ગરકાવ બનીને કહેવા માંડયું :
તમારા ગુરુરૂપે કોઈને પણ પસંદ કરવામાં તમે આટલા બધા સાવધ છો એ સારું છે. ગુરુનો નિર્ણય કરતાં પહેલાં શંકાશીલ વલણ રાખવું ઉપયોગી છે ખરું, પરંતુ પછી તો એમનામાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો પડે છે. આધ્યાત્મિક ગુરુ ન મળે ત્યાં સુધી જપીને ન બેસતા. એ એકદમ આવશ્યક છે.'
થોડાક વખતમાં તો ઘંટી ચાલતી હોય એવો અવાજ આવ્યો. અને કેઈ જેરથી પિકારી ઊઠયું:
તિમરણી !”
સાહેબજી મહારાજ છૂટા પડવાના ઉદ્દેશથી ઊભા થયા. એમના શિષ્યો આવે અને એમને વીંટળાઈ વળે તે પહેલાં મારામાં કશુંક જાગ્રત થયું. એણે મારી છૂપી લાગણીને બહાર કાઢી, મારા પશ્ચિમી ગર્વની અવગણના કરી, મારા ધર્મવિરોધી સ્વભાવને કચડી નાખ્યો, અને મારા મુખમાંથી કહ્યું:
પૂજ્ય શ્રી, મને તમારા આશીર્વાદ આપી શકશો?
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૯૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એમણે પાછા ફરીને સ્નેહાળ સ્મિત કર્યું, એમનાં ચશ્માંમાંથી પ્રસન્નતાપૂર્વક નજર નાખી અને મારી પીઠને લાગણીપૂર્વક થાબડીને છૂટા પડતી વખતે ખાતરી આપીઃ - “મારો આશીર્વાદ મેં તમને આપેલો જ છે!”
હું મારા ડબામાં પાછો ફર્યો અને ગાડી ઝડપથી ચાલવા માંડી. બારીમાંથી ભૂખરાં રાખોડી રંગનાં ખેતરો દેખાવા માંડ્યાં. ઊંઘભરેલી આંખવાળાં ઢોરનાં નાનાં ટોળાં આ છો ઊગેલે ઘાસચારે સંતોષપૂર્વક ચાવ્યા કરતાં હતાં. મારી આંખ એમની હાજરીની અર્ધભાનની અવસ્થામાં જ વેંધ લેતી, એનું કારણ એટલું જ કે મારું મન જે મને ખૂબ જ ગમી ગયેલા અને જેમને હું અત્યંત આદરણીય માનતે એવા નાંધપાત્ર પુરુષના ચિત્ર સાથે આગળ વધી રહ્યું હતું. એ એકીસાથે એક પ્રેરણાપ્રાપ્ત સ્વપ્નદૃષ્ટા, શુદ્ધ અને શાંત મનના યોગી, સંસારના એક વ્યવહારકુશળ માનવ તેમ જ એક ઝળકતા ખાનદાન સગૃહસ્થ હતા !
Page #378
--------------------------------------------------------------------------
________________
૧૪
પારસી પયગંબરના આશ્રમમાં
આગ્રાથી નાશિકના રસ્તા ઘણા લાંખા હતા. પરંતુ એને વિશે આ નાનકડા પરિચ્છેદ્ર સિવાય બીજો વિશેષ ઉલ્લેખ નહિ કરું, જેથી મારા પરિભ્રમણને વૃત્તાંત્ત એને માટે ફાળવેલા વખતમાં જ પૂરા થાય.
.
કાળનું ચક્ર પેાતાનેા અટળ ફેરા ફરતું રહ્યું અને એના ક્રમ પ્રમાણે મને ભારતમાં ભમાવતું ગયું. એક વાર ફ્રી પેાતાને · નૂતન પયગંબર ” તરીકે ઓળખાવતા પારસી સંતપુરુષ મહેરબાબા પાસે હું પહેાંચી ગયા.
.
એમની પાસે કાઈ તીવ્ર ઇચ્છાથી પ્રેરાઈને હું નહાતા ગયા; શકાના ભયંકર સર્પા મારા મનને મજબૂત રીતે વીંટળાઈ વળ્યા હતા, અને મારી અંદરની ઉત્કટ લાગણી મને કહ્યા કરતી હતી કે એમની પાસે રહેવાના મારા નિર્ધારિત સમય વખતને બરબાદ કરવા જેવા જ થઈ પડશે. મને લાગ્યા કરતું હતું કે મહેરબાખા એક સારા માણસ છે અને તપસ્વી તરીકેનુ જીવન ગાળે છે તે છતાં પેાતાની મહાનતા વિશેની ભારેખમ ભ્રમણાએથી પીડાય છે. સંજોગાવશાત્ મેં એમણે કરેલા કહેવાતા રાગ મટાડવાના થાડાક ચમત્કારોની મારા પ્રવાસના દિવસે દરમિયાન તપાસ કરવાનું કષ્ટ ઉઠાવ્યું, એક બનાવ એપેન્ડીસાઈટીસને હતા અને એના ભાગ
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૯૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
બનનાર વ્યક્તિ મહેર પ્રત્યેની સરળ શ્રદ્ધાને પરિણામે તદ્દન સાજી થઈ ગયેલી એવું કહેવાતું. પરંતુ ઝીણવટભરી તપાસ પછી જણાયું કે જે ડોકટરે એ વ્યક્તિની દવા કરેલી એમને એ વ્યક્તિમાં ભારે કબજિયાતથી ખરાબ બીજું કશું જ નહોતું દેખાયું ! બીજે પ્રસંગ એક સારા સ્વભાવના વૃદ્ધ સદગૃહસ્થને હતે. એમને વિશે એવું કહેવાતું કે એ અનેક પ્રકારનાં દરદોમાંથી રાતોરાત સાજા થઈ ગયા પરંતુ તપાસ કરતાં માલૂમ પડયું કે એમનું ઘૂંટણ સૂજેલું હતું એટલું જ. ટૂંકમાં કહીએ તો, પોતાના ગુરુની અદ્ભુત રેગ મટાડવાની શક્તિને ભક્તીએ સંપૂર્ણપણે અને અશિષ્ટ રીતે અતિશયોક્તિભરી ભાષામાં રજૂ કરી હતી. એમને વધારે પડતો અસીમ ઉત્સાહ એવા દેશમાં સહેજે સમજી શકાય છે જેમાં સત્ય કરતાં દંતકથાને પ્રસાર વધારે વેગથી થઈ જાય છે.
પારસી પયગંબરે મને આપેલા અસાધારણ આશ્ચર્યકારક, અનુભવનાં વિશેષ વચને એ પાળશે એવું મારા માન્યામાં નહેતું આવતું. પરંતુ એમની સાથે એક મહિનાનો સમય ગાળવા હું સંમત થયેલો એટલે મારું વચન મારે એટલી સહેલાઈથી ન તોડવું જોઈએ એવું મેં વિચારી લીધું. એટલા માટે પ્રત્યેક પ્રકારની વૃત્તિ અને નિર્ણયશક્તિની વિરુદ્ધ જઈને મેં નાશિકની ગાડી એ ગણતરીથી પકડી કે એમને એમની કહેવાતી શક્તિઓ પુરવાર કરવાની તક મેં કદી પણ ન આપી એ માટે એ મને દેશપાત્ર ન ઠરાવે.
મહેરે આધુનિક મકાનેથી બનેલ પિતાને આશ્રમ શહેરના તદન દૂરના ભાગમાં બાંધેલ. એમની સેવામાં રહેનારા ચાળીસ શિષ્યો એ સ્થળમાં કઈ પણ પ્રકારના પ્રયોજન વિના આંટાફેરા કરી રહ્યા હતા.
તમે શેને વિશે વિચારી રહ્યા છે?” અમે મળ્યા ત્યારે એમણે મને સૌથી પહેલો પ્રશ્ન એ પૂછળ્યો. હું થાકેલો તથા પ્રવાસથી કંટાળેલ હતા. એમણે મારા નીરસ જેવા દેખાવ પરથી કદાચ મને
Page #380
--------------------------------------------------------------------------
________________
પારસી પયગંબરના આશ્રમમાં
ભૂલથી સૂકા ઊંડા ધ્યાનમાં મગ્ન બનેલે માની લીધે. પરંતુ હરકત નહિ, મેં તેમને તરત જ ઉત્તર આપ્યો :
“હું ભારતમાં આવ્યો છું ત્યારથી મને જે બાર કે વધારે પયગંબરની ભેટ થઈ તેમને વિશે વિચારી રહ્યો છું.”
મહેરબાબા નવાઈ પામ્યા હોય એવું ન લાગ્યું.
હા.” એમના કકકાવાળા પાટિયા પર ધીમેથી આંગળીઓ ફેરવતાં એમણે ઉત્તરમાં ફરીથી કહેવા માંડયું: “મેં પણ એમનામાંના થોડાક વિશે સાંભળ્યું છે ખરું.”
એના સંબંધમાં તમે શું કહે છે ?” મેં નિર્દોષતાપૂર્વક પ્રશ્ન કર્યો.
એમના કપાળ પર કરચલીઓ ફરી વળી, પરંતુ એમના મુખ પર ઉત્તમ પ્રકારનું સ્મિત રેલાયું.
એ લેકે જે પ્રામાણિક હોય તો ભૂલને ભોગ બનેલા છે. જે એ અપ્રામાણિક હેય તે બીજાને છેતરી રહ્યા છે. એવા કેટલાક સંતપુરુષે છે જે સારો વિકાસ કરે છે અને પછી એમનું માથું આધ્યાત્મિક ભ્રમણાઓથી ભરાઈ જાય છે. એવી દુઃખદ દશા માટે ભાગે ત્યારે આવે છે જ્યારે એમને શિખામણ આપવા અને દોરવા માટે કઈ યોગ્ય ગુરુ નથી હોતા. યોગમાર્ગમાં અધવચ્ચે એક એવો તબક્કો આવે છે જેમાંથી આગળ વધવાનું ઘણું મુશ્કેલ બની જાય છે. એવું ઘણી વાર બને છે કે સાધનભજનની મદદથી એ તબક્કા પર પહોંચેલે પુરુષ મૂર્ખતાને લીધે એમ માને છે કે મને ઉચ્ચતમ ધ્યેયની પ્રાપ્તિ થઈ ગઈ. થોડેક વધારે વખત વીતે એ પહેલાં તો એ પિતાને પયગંબર તરીકે કલ્પી લે છે ! ”
“ઘણું જ સુંદર અને તર્કબદ્ધ સ્પષ્ટીકરણ પરંતુ કમનસીબે પિતે પયગંબરે હેવાને દાવો કરનાર બીજા પુરુષોને મુખેથી પણ મેં એવી જ વાતો સાંભળી છે. પ્રત્યેક એવું પ્રતિપાદાન કરે છે કે પિતે પૂર્ણ છે. પ્રત્યેક પેતાના પ્રતિસ્પર્ધીઓને અપૂર્ણ કહી બતાવે છે.”
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૯૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એની ચિંતા છોડી દે. એ બધા જ મનુષ્યો અજ્ઞાત રીતે મારા કાર્યમાં મદદ કરી રહ્યા છે. મને ખબર છે કે હું કોણ છું. મારું જીવનકાર્ય પૂરું કરવાને સમય આવી પહોંચશે ત્યારે દુનિયાને પણ ખબર પડશે કે હું કોણ છું.'
એવા વાતાવરણમાં બુદ્ધિપૂર્વકની દલીલ કરવાની શક્યતા સહેજ પણું ન હોવાથી મેં વાત પડતી મૂકી. મહેરબાબાએ કેટલીક મનેરંજન કરનારી સર્વસામાન્ય વાતો કર્યા પછી મને રજા આપી.
એમના આશ્રમથી બેત્રણ મિનિટને રસ્તે આવેલા એક બંગલામાં મેં રહેવા માંડયું. મારી લાગણુઓને બાજુ પર રાખીને આગળનાં ચાર અઠવાડિયાની ઘટનાઓ માટે સંપૂર્ણપણે ખુલ્લું મન રાખવાને મેં કઠોરતાપૂર્વક નિશ્ચય કર્યો. મહેરબાબાને માટે કોઈ જાતની માનસિક દુશ્મનાવટ ન રાખવી, અંદરનું શંકાશીલતાવાળું વલણ પણ ન રાખવું, પરંતુ એને બદલે આશા પૂર્વક પ્રતીક્ષા કરવાની વૃત્તિ કેળવવી, એ સંકલ્પ કર્યો.
શિષ્યના સમાગમમાં હું દરરોજ ગાઢ રીતે આવ્યા કરતો. એમની જીવન જીવવાની રીત જોતો, એમના મનોવૈજ્ઞાનિક ઢાંચાનું નિરીક્ષણ કરતો, અને મહેરની સાથેના એમના આધ્યાત્મિક સંબંધના ઇતિહાસની બારીક તપાસ કરતો. પારસી પયગંબર મને દરરોજ એમને થોડોક વખત આપ્યા કરતા. અમે અનેક વિષયો પર વાત કરતા અને એ અનેક પ્રશ્નોના ઉત્તર આપતા, પરંતુ એમણે મને અહમદનગરમાં જે વિચિત્ર વચન આપેલાં તેમને લગીરે ઉલ્લેખ એમણે એક વાર ન કર્યો. મેં નક્કી કર્યું કે એમની સ્મૃતિને તાજી કરવા કોઈ પણ પ્રકારનો પ્રયાસ ન કરો, અને એથી એ વાત દેખીતી રીતે જ મોકૂફ રહી.
કાંઈક અંશે મારી પત્રકારની કુતૂહલવૃત્તિ સંતોષવા અને કાંઈક અંશે પૂરતાં તથ્યોને શોધી કાઢવાની પ્રામાણિક ઈરછાને લીધે મારી મુલાકાતની વ્યર્થતા વિશેની મારી અંતઃ પ્રેરણાઓનું સમર્થન
Page #382
--------------------------------------------------------------------------
________________
પારસી પયગંબરના આશ્રમમાં
મેળવવા કે એ પ્રેરણાને એકદમ વ્યર્થ ઠરાવવા, મે એમના અને એમના શિષ્યા પર જે પ્રશ્નોની સતત ઝડી વરસાવી તેનું એક પરિણામ એ આવ્યું કે એમની આજ્ઞાથી થે।ડાંક વરસેથી રાખવામાં આવેલી ગુપ્ત નોંધપાથીઓ એમણે મારી આગળ રજૂ કરી. એ નોંધપાથીઆમાં પયગંબર અને એમના અનુયાયીઓની સાથે સંકળાયેલી ખાસ ઘટનાઓના સંયુક્ત ઇતિહાસના તથા એમણે સ્વમુખે આપેલા પ્રત્યેક અગત્યના ઉપદેશ, સ ંદેશ અને ભવિષ્યકથનની નોંધના સમાવેશ હતા. એ પેાથીઓ માટે ભાગે અંગ્રેજીમાં લખાયેલી હતી, અને બારીક રીતે લખેલાં આશરે બે હજાર હસ્તપ્રત પૃષ્ઠોની અનેલી હતી.
૩૯૯
નોંધપાથીઓ અંધશ્રદ્ધાના ભાવથી પ્રેરાઈને તૈયાર કરવામાં આવેલી હતી એ સ્પષ્ટ હતું. છતાં મહેરના ચારિત્ર્ય તેમ જ સામર્થ્ય સંબંધમાં મૂલ્યવાન દીવાબત્તી જેવી થઈ પડી. એ નાંધપેાથીઓનાં પૃષ્ઠ ભાવુકતાથી ભરપૂર હાવા છતાં, પ્રામાણિક વિગતોથી અંકિત હતાં. બહારના માણસને નજીવી લાગતી વસ્તુઓની નોંધ પણ એમાં કરવામાં આવેલી. એણે મારા હેતુને સરસ રીતે સિદ્ધ કર્યાં. કારણ કે એ વસ્તુ મને મહેરનું મગજ કઈ દિશામાં કામ કરી રહ્યું છે તે જાણવા માટેના માનસિક મુસદ્દા જેવી લાગી. એ નાંધપાથીએ તૈયાર કરનાર બન્ને યુવાન શિષ્યાને એમના અત્યંત સીમિત ક્ષેત્રની બહારના જીવનના છેક જ સાધારણ અનુભવ હતા, છતાં એમના ગુરુ પ્રત્યેના સીધાસાદા સંપૂર્ણ વિશ્વાસને લીધે ગુરુ માટે જરા પણુ અભિનંદનીય ન કહેવાય એવી વિગતાને પણ એમણે ટપકાવી લીધેલી.
એમણે એવું શા માટે નેાંધેલું કે ગાડીમાં બેસીને મથુરા જતી વખતે મહેરે પેાતાના એક ઘનિષ્ઠ શિષ્યને કાન પર ભારે વેદના કરતા તમાચેા મારેલા અને એ તમાચા એટલા બધો જોરથી મરાયેલા કે એ કમનસીબ શિષ્યને ડોકટરી સારવાર લેવી પડેલી ? દિવ્ય પ્રેમના ઉપદેશ આપનાર એમના ગુરુતુ એવું નિરાધાર બહાનું એમણે શા માટે નાંધેલું કે જ્યારે પયગમ્બર પેાતાના કાઈક શિષ્ય
Page #383
--------------------------------------------------------------------------
________________
૪૦૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
પર ક્રોધ કરવાને ઢાંગ કરે છે ત્યારે એને લીધે દંડની પ્રતીક્ષા કરતા શિષ્યનાં પાપ મોટા પ્રમાણમાં મટી જાય છે ? આરેગાંવમાં
ખોવાયેલા” શિષ્યને વિનેદપૂર્ણ પ્રસંગ એમણે શા માટે નેધેલો ? એ શિષ્યની શોધ માટે મહેરે કેટલાક માણસોને મોકલેલા. તે થોડા કલાક પછી એના પત્તા વગર જ પાછા ફરેલા ! આખરે એ એની મેળે જ પાછો આવ્યો અને કહેવા માંડ્યો કે કેટલીય રાત સુધી અનિદ્રાથી પીડાયા પછી એ મહેરના પોતાના જ નિવાસસ્થાનની બાજુમાં આવેલા એક વપરાશ વગરના મકાનમાં એકાએક ઊંઘી ગયેલો ! જે ગુરુ પોતાના દેવોના દરબારમાં સ્થાન મળ્યાને ને સમસ્ત માનવજાતિનું ભાવિ જાણવાને દાવો કરતા તે ગુરુ એટલુંય ન જાણી શક્યા કે એમને “ખેવાયેલે” શિષ્ય બાજુના જ ખેતરમાં છે!
એટલા માટે, મારા પિતાના મનમાં દબાયેલી શંકાઓ પોષવા માટે પૂરતી સામગ્રી મને મળી ગઈ. મને એવું પણ જણાયું કે મહેરબાબા એક ભૂલને પાત્ર પુરુષ છે, એક સતત રીતે બદલાતી જતી મનોદશાવાળી વ્યક્તિ છે, અને આપબડાઈ કરનારા એક એવા મનુષ્ય છે જે એમના વિચારશન્ય મૂર્ખ મગજના અનુયાયીઓ પાસે સંપૂર્ણ આજ્ઞાંકિતપણાની માગણી કરે છે. અને છેવટે, મને એ પૃષ્ઠદ્વારા જણાયું કે એ એક એવા પયગંબર છે જેમની ભવિષ્યવાણીઓ ભાગ્યે જ પુરવાર કરવામાં આવે છે. અહમદનગર પાસેની અમારી પ્રથમ મુલાકાત વખતે એમણે ભવિષ્યમાં થનારા વિશ્વયુદ્ધની આગાહી કરી બતાવી; પરતુ પોતે એની તારીખ જાણે છે એ દાવાથી મને પ્રભાવિત કરવાનું ધ્યાન રાખવા છતાં એ યુદ્ધ ક્યારે થશે એ કહેવાને એમણે ઈનકાર કર્યો. આ નોંધપોથીઓને વાંચ્યા પછી હું સમજી શક્યો કે એ જ ભવિષ્યવાણું એમણે એમના અંતરંગ શિષ્યો આગળ કરી બતાવેલી, અને તેય એક વાર નહિ, પરંતુ કેટલીય વાર. એ ભયંકર આપત્તિવાળી ઘટના માટે એ દરેક વખતે જુદીજુદી તારીખ આપ્યા કરતા, કારણકે પ્રત્યેક તારીખ આવતી છતાં યુદ્ધ ન થતું. એક વરસ એશિયામાં પરિસ્થિતિ અપશુકનિયાળ હતી ત્યારે
Page #384
--------------------------------------------------------------------------
________________
પારસી પયંગબરના આશ્રમમાં
૪૦૧
એમણે એવું ભાખેલું કે યુદ્ધના ઉપદ્રવ પૂમાં થશે. ખીજે વરસે યુરોપની પરિસ્થિતિ અંધકારમય હતી અને પેાતાની પહેલાંની નિષ્ફળતાનું' એમને વિસ્મરણ થયું હતુ. ત્યારે, એમણે એ ઉપદ્રવ પશ્ચિમમાં થશે એવું કહેલુ. અને એવી જ રીતે ફરી વાર. અહમદુનગરમાં મને ચાક્કસ તારીખ આપતાં અચકાવામાં એમણે રાખેલી સાવધાની હવે મારી સમજમાં આવી ગઈ. એમના વધારે બુદ્ધિશાળી શિષ્યામાંના એકની આગળ એ બધી અસફળ થયેલી ભવિષ્યવાણીની પરપરાના મે' ઉલ્લેખ કર્યો ત્યારે એણે નિખાલસપણે કબૂલ કર્યું કે એના ગુરુદેવની મેાટા ભાગની ભવિષ્યવાણીએ સામાન્ય રીતે ખાટી પડી છે. · યુદ્ધ એક સાધારણ યુદ્ધરૂપે કદી પણ ફાટી નીકળશે એ બાબત મને શંકા છે, પર`તુ એ યુદ્ધ સંભવ છે કે, આર્થિક યુદ્ધનુ રૂપ ધારણ કરશે.’ એણે નિખાલસપણે પૂરું કર્યું.
એ આશ્ચર્યજનક નાંધપાયીઓનું અંતિમ પૃષ્ઠ મેં સ્મિત સાથે ફેરવી લીધું. ત્યારે મારી સમક્ષ સ્પષ્ટ રીતે કબૂલ કર્યું કે એ નાંધપાથીમાં મને ઉત્તમ કાર્ટિના, આત્માની ઉન્નતિ કરનારા ઉપદેશો વાંચવા મળ્યા, અને મહેરબાના ધાર્મિક શક્તિ, પ્રતિભા તેમ જ રસવૃત્તિ ધરાવે છે એની મને ખાતરી થઈ. એમને જે કાંઈ સફળતા મળશે તે એ અંતિમ ગુણને લીધે જ મળી શકશે. પરંતુ પેલાં પૃષ્ટામાં કયાંક અંકિત થયેલી એમની પેાતાની જ કહેવામાંની એક કહેવતને હું ન ભૂલી શકયો કે · સદાચાર વિશે ખીજ્રને સલાહ આપવાની શક્તિ સંતપણાના પુરાવા નથી, તથા તેને ડહાપણ કે જ્ઞાનની નિશાની પણુ ન માની શકાય.’
:
×
X
X
×
મારા બાકીના નિવાસના દિવસેામાં હું ડહાપણપૂવ કના મૌન સાથે પસાર કરી દઉં એ વધારે સારું લાગ્યું. જો હું જગતના મુક્તિદાતા અને માનવજાતિના ઉદ્ધારકની સાથે રહેતા હોઇશ તેપણુ મારા એ સદ્ભાગ્યથી મને વાક્ કરે એવું વાતાવરણુ ત્યાં ઘણુ' જ થાડું હતું. એનું કારણ કદાચ એ પણ હોય કે મને પરંપરાગત
Page #385
--------------------------------------------------------------------------
________________
४०२
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
કાલ્પનિક દંતકથાઓ કરતાં સ્પષ્ટ સત્યો કે હકીકતમાં વધારે રસ પડતું હતું. છેકરવાદી કર્મો અને નિષ્ફળ ભવિષ્યવાણુઓ, બુદ્ધિમાં ન ઊતરે તેવા આદર્શોનું શિષ્યદ્વારા કરાતું આંધળું અનુકરણ તથા પાલન કરવાની મુસીબતેને વધારનારી ભ્રાંતિકજનક સલાહની ચર્ચાવિચારણામાં ન ઊતરું એ જ સારું છે.
મારે રહેવાનો સમય પૂરો થવા આવ્યું તેમ તેમ મહેરબાબા મારી મુલાકાત ટાળતા હોય એવું લાગવા માંડયું અથવા એ મારી કલ્પના પણ હોઈ શકે. હું તેમને મળો ત્યારે હંમેશાં એ ભારે ઉતાવળમાં દેખાતા, અને થોડી મિનિટ પછી જતા રહેતા. પ્રત્યેક દિવસે મારી કફોડી દશાનું મને ભાન થતું, અને સંભવ છે કે મહેરને પિતાને પણ મને પરેશાન કરતી વધતી જતી બેચેનીની ખબર હતી.
એમના વચન પ્રમાણે થનારા આશ્ચર્યકારક અનુભવોની, એ કદી પણ થઈ શકશે જ નહિ એવી ખાતરી હોવા છતાં, મેં રાહ જેવા માંડી. મારી ધારણાઓ સંપૂર્ણપણે ફળી પણ ખરી ! કશું પણ અસામાન્ય કહેવાય એવું ન બન્યું, તથા બીજા મનુષ્યોના જીવનમાં પણ કાંઈક અસામાન્ય કહેવાય એવું મને ન દેખાયું. મહેરને કડક પ્રશ્નો પૂછવાનો પ્રયાસ પણ મેં ન કર્યો. કારણ એટલું જ હતું કે એ પદ્ધતિની વ્યર્થતાની મને ખબર હતી. છતાં મહિનો પૂરો થતાં મેં મારા પાસે આવેલા પ્રસ્થાનની જાહેરાત કરી અને પછી મહેરબાબાને એમના વચનપાલનની નિષ્ફળતા બાબત કહી બતાવ્યું. એના જવાબમાં એમણે જે ચમત્કાર કરવાનું વચન આપેલું તે ચમત્કારે કરવાની તારીખ શાંતિથી બદલીને થોડાક મહિના પછી કહી બતાવી, અને એ રીતે વાત ઉડાવી દીધી ! મારી ભૂલ થતી હશે, પરંતુ મેં કલ્પના કરી કે મારી હાજરીને લીધે એ એક વિચિત્ર અધીરાઈને અનુભવ કરતા, અને આંતરિક અસ્વસ્થતાની અસર નીચે આવતા. એમની એ દશા હું મારી આંખે જોઈ શકતો નહોતો; પરંતુ સમજી શકતો હતો. છતાં મેં એમની સાથે દલીલમાં ઊતરવાનો પ્રયાસ ન કર્યો, કારણકે મને લાગ્યું કે મારા સીધાસાદા
Page #386
--------------------------------------------------------------------------
________________
પારસી પયગમરના આશ્રમમાં
૪૦૩:
સ્પષ્ટ સવાલાની રજૂઆત કરીને એમના ભ્રાંતિપૂર્ણ પૂર્વીય મનની સાથે અસમાન સંઘમાં ઊતરવું નકામું છે. એ મારા પ્રશ્નોના એવા જ સીધો ને સ ંતાષકારક ઉત્તર નહિ આપી શકે.
અમારે છૂટા પડવાની છેલ્લી ઘડીએ મે' મહેરબાબાને પ્રેમપૂર્ણાંક પ્રણામ કર્યાં, અને એમની કાયમ માટેની વિવેકપૂર્વક વિદ્યાય માગી ત્યારે પણ એમણે એવી રીતે વાત કરી કે જેમની અનેક લેાકેા પ્રતીક્ષા કરી રહ્યા છે તે જગદ્ગુરુ પેાતે જ છે એ વિશે કંઈ શંકા નથી. એમણે એમ પણ જણાવ્યું કે એક દિવસ પશ્ચિમમાં જઈને એ પેાતાના કાને પ્રચાર કરવા તૈયાર થશે ત્યારે. એ મને ખેાલાવી લેશે અને મારે એમની સાથે સફર કરવી પડશે.*
'
એ માણસના શબ્દમાં વિશ્વાસ રાખવાના મારા મૂ`તાપૂર્ણ પ્રયત્નનું પરિણામ એવું આવ્યું. એવા દૈવી ગુરુએ 'ના સંબંધમાં કાઈ શું કહી શકે જે આત્માના સમાધિદશાને પરિણામે પ્રાપ્ત થનારા અલૌકિક આનંદનુ વચન આપે છે, પરંતુ બદલામાં માનસિક ઉશ્કેરાટ કે ક્રોધ જ પૂરા પાડે છે ?
×
X
X
મહેરબાબાની અનેાખી કારકિર્દી અને એમના વિચિત્ર વનનેા કાઈ સ્વીકાર કરવાયેાગ્ય ખુલાસે મેળવવાનું શકય છે ખરું ? એમનું ઉપરઉપરનું મૂલ્યાંકન એમને એક ઢાંગી કે લુચ્છા માણુસ તરીકે સહેલાઈથી ઓળખાવી શકે. એવું થયું છે પણ ખરું, છતાં એમના જીવનની કેટલીક બાબતાને ખુલાસે એથી નથી મળતા અને એ દેખીતી રીતે જ યોગ્ય નથી લાગતું. મહેરબાબાને નાનપણથી જ જાણનાર અને આ પારસી પયગંબર ખરેખર પ્રામાણિક છતાં ભૂલથી ભરેલા માણસ છે એવું કહેનાર મુંબઈના વયેાદ્ધ જજ ખડાલાવાલાનો અભિપ્રાય સ્વીકારવાનું હું પસંદ કરું છું. એ ખુલાસેા સારા લાગે છે, છતાં મારે માટે પૂરતા તેા નથી જ લાગતા.
[× એ પછી યોગ્ય સમયે એ પશ્ચિમમાં ગયેલા, પરંતુ મારા સંબંધમાં એમણે કરેલું ભવિષ્યર્થન તદ્ન ભૂલભરેલુ' સાબિત થયું. ]
Page #387
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિ રહસ્યની ખેાજમાં
મહેરબાખાના ચારિત્ર્યના ઘેાડાક પૃથક્કરણને પરિણામે મારા સિદ્ધાંત વધારે સારી રીતે સમજી શકાશે. અહમદનગર પાસેની અમારી પહેલી મુલાકાત વખતે એમના વનની શાંતિ અને નમ્રતાથી હું પ્રભાવિત થયેલા એ વાતના ઉલ્લેખ મેં આગળ કરેલા જ છે. પરંતુ મારા નાશિકના નિવાસ દરમિયાનના પ્રત્યેક દિવસના પ્રસંગાના નિરીક્ષણુ પરથી જણાયું કે એ શાંતિ નિળ ચારિત્ર્યની શાંતિ અને એ નમ્રતા શરીરના કમ-જોર નાજુક બાંધાની નમ્રતા છે. મને શાધી કાઢતાં વાર ન લાગી કે એ ખરેખર એક નિય ખલ વગરના, સ ંજોગેાથી તથા બીજા મનુષ્યેાથી પ્રભાવિત થયેલા પુરુષ છે. એમની નાની અણીદાર હડપચી એ બાબત ઘણુંઘણું કહી જતી હતી. વધુમાં, એમના જીવનમાં જે ના સમજાવી શકાય તેવા વિચિત્ર અને આકસ્મિક જુસ્સાએ આવતા એ પણુ એમના ચારિત્ર્યને કહી બતાવતા. એ દેખીતી રીતે જ એક અત્યંત ઊર્મિશીલ માણસ હતા. એમની દેખાવ કરવાની વૃત્તિ અને ભારેખમ પ્રદર્શન કરવાની એમનામાં રહેલી છેાકરવાદી, વારસામાં મળેલી પૂર્વીય રુચિ એ હકીકતની સાબિતીરૂપ હતી કે એ પેાતાની જાતને નાટકીયરૂપ આપવાનું પસંદ કરે છે. એ પેાતાના કરતાં દશકા કે શ્રોતાઓ માટે જ વધારે જીવતા દેખાતા, અને જીવનના રગમચ પર એ એક ગંભીર ભાગ ભજવવા માટે આવ્યા હોવાના દાવા કરતા તાપણુ, જે લેાકાને એમના અભિનયમાં માત્ર પ્રહસનનું જ તત્ત્વ દેખાતું તેમને બધી રીતે દેષ આપવા જેવું તેા નહોતું જ !
૪૪.
મારું પેાતાનું અનુમાન એવું છે કે વૃદ્ધ મુસલમાન સ્ત્રી ફકીર હજરત બાબાજાને મહેરબાબાના ચારિત્ર્યમાં ખરેખર ઉત્તેજના પેદા કરેલી. એને લીધે સાચું કહીએ તેા, એમનું સમતાલપણું એવું તા સંપૂર્ણ પણે ખારવાઈ ગયું કે એથી એ એવી દશામાં ફેંકાઈ ગયા કે જેને એ તથા એમની આસપાસનું કાઈ જ ન સમજી શકયું; એ સુપ્રસિદ્ધ સ્ત્રી સાથેના મારા અનુભવ જો કે ઘણા થાડા હતા પણુ એણે મારી ખાતરી કરાવી આપી કે પ્રખરમાં પ્રખર બુદ્ધિવાદીને પણ
Page #388
--------------------------------------------------------------------------
________________
પારસી પયગંબરના આશ્રમમાં
૪૦૫
હેરત પમાડે એવી કઈક અલૌકિક શક્તિથી એ સંપન્ન હતી. મને સમજાયું નહિ કે હઝરત બાબાજાને મહેરબાબાના જીવનપ્રવાહમાં શા માટે અચાનક દખલ કરવી પડી, એમને અતિ નાજુક દશા તરફ ધકેલી દેવા પડ્યા, અને એવી પ્રવૃત્તિ કરતા કરી મૂક્યા જેનું પરિણામ ફક્ત ફારસરૂપ અથવા સાચેસાચ મહત્વનું હોય તોપણ, આપણે માટે જોવાનું બાકી છે. પરંતુ મને એટલું તો જણાયું જ કે એ એમના પર એવું કશુંક કરવાની શક્તિ ખરેખર ધરાવતી હતી કે જેને લીધે રૂપકની ભાષામાં કહીએ તો, એમના પગની નીચેની જમીન સરકી પડી.
એ સ્ત્રીએ મહેરબાબાને કરેલું ચુંબન આમ તો સાધારણ હતું, પરંતુ એના આમિક અનુગ્રહનો અનુભવ કરાવવાના સાધનરૂપ હોવાથી અગત્યનું બની ગયું. એને પરિણામે એમનામાં જે ખાસ મનોદશા પેદા થઈ તે એમના પાછળના ઈતિહાસની દૃષ્ટિએ મહત્વની હતી. એ ઘટના સંબંધમાં એમણે મને એક વાર કહેલું કે મારા મનને એક મોટો આંચકો લાગ્યો અને એને લીધે એમાં કેટલાક વખત સુધી તોફાની તરંગો પેદા થયા. એ એને માટે જરાય તૈયાર નહોતા એ સ્પષ્ટ હતું. જેને વાદીક્ષાનું નામ આપી શકાય તેવી કઈ વસ્તુ જીરવવાની કોઈ જાતની તાલીમ એમણે નહોતી લીધી કે કોઈ સાધનાય નહોતી કરી. “બાબાની યુવાનીમાં હું એમને મિત્ર હતા ત્યારે,’ એમના શિષ્ય અબદુલ્લાએ કહેલું, “મેં એમને કદી પણ ધર્મ કે તત્વજ્ઞાનમાં રસ લેતા નથી જોયા. એ ખેલકૂદ, રમતગમત અને દિલ બહેલાવવાની બીજી પ્રવૃત્તિઓમાં હંમેશાં ભાગ લેતા. અમારી સ્કૂલની ચર્ચાઓ અને બીજી પ્રવૃત્તિઓમાં એ આગળ તરી આવતા. એમણે આધ્યાત્મિક ક્ષેત્રમાં એકાએક પ્રયાણ કર્યું એ જોઈને અમે નવાઈ પામ્યા.”
હું માનું છું કે એ આકસ્મિક અનુભવને પરિણામે યુવાન મહેરની અવસ્થા તદ્દન અનેખી બની ગઈ. એ જ્યારે અધમૂર્ખતાની દશામાં ડૂબીને એક યાંત્રિક ગુલામ મનુષ્યની જેમ જીવવા લાગ્યાં - ભા. આ. ૨. ખે. ૨૬
Page #389
--------------------------------------------------------------------------
________________
૪૦૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ત્યારે એ સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યું; પરંતુ હજુ પણ એ એટલું સ્પષ્ટ નહોતું કે એમને મનની સ્વસ્થતાની પ્રાપ્તિ થઈ છે કે નહિ. એક માનવ તરીકે એ એમની સામાન્ય નિયમિત દશાએ પાછા ફર્યા હોય એવું મને ના લાગ્યું. કેટલાક માણસે ધર્મના આકસિમક વધારેપડતા પાલનથી, યોગની સમાધિથી અથવા ઊંડા આધ્યાત્મિક આનંદની અતિશયતાથી, કેટલીક દવાઓના આકસ્મિક વધારે પડતા પાનથી થાય છે તેમ, સ્થિરતા અથવા સમતોલપણું ખોઈ બેસાય. છે એવું માને છે. સંક્ષેપમાં કહું તો, મને લાગ્યું કે મહેરબાબા એમની ઉદાર મનેદશાના પહેલાંના નશામાંથી હજુ મુક્ત નથી થયા, અને એટલી નાની વયમાં એમની માનસિક શક્તિઓમાં જે ભયંકર અવ્યવસ્થા ઊભી થઈ એને પરિણામે પેદા થયેલું અસમતોલપણું, હજુ પણ હયાત છે. એમના વર્તનમાં દેખાતી વારંવારની વિચિત્રતાને ખુલાસે એ સિવાયની બીજી કોઈ પણ પૂર્વભૂમિકાદ્વારા ન મેળવી શકાયો. એક બાજુથી જોતાં એમનામાં પ્રેમ, નમ્રતા, ધાર્મિક અંત:પ્રેરણા, અને એવા બીજા યોગીના બધા જ ગુણોનું દર્શન થતું, પરંતુ બીજી બાજુથી જોતાં એમની અંદર મનની સંપૂર્ણ આત્મકેન્દ્રિત દશાની નિશાનીઓ જોવા મળતી. દરેક વસ્તુ એમના આત્માની આજુબાજુ ફરતી હોય એવું એમને દેખાતું. આકસ્મિક પરંતુ કામચલાઉ ભાવસમાધિની દશાઓને અનુભવ કરનારા ધાર્મિક ઉત્સાહવાળા પુરુષોમાં પણ એવી અવસ્થા જોવા મળે છે. એ દશામાંથી એ
જ્યારે બહાર આવે છે ત્યારે એવા ભાન સાથે બહાર આવે છે કે એમને કોઈક ભારે મહત્ત્વના અનુભવની પ્રાપ્તિ થઈ ચૂકી છે. એના પછીનું એમને માટેનું બીજું પગલું આધ્યાત્મિક મહાનતાના પ્રમાણુરહિત નિરર્થક દાવાઓ કરવાનું હોય છે, અને એટલા માટે એ નવા સંપ્રદાયો સ્થાપવાની કે એમના અધ્યક્ષપણા સાથેનાં વિચિત્ર મંડળે શરૂ કરવાની પ્રવૃત્તિમાં પડે છે. થોડાક ઉદ્ધત પુરુષોને માટે પછી છેવટનું એક જ પગલું ભરવાનું બાકી રહે છે અને તે પિતાની જાતને દેવતા ગણવાનું અથવા પોતે આખીય માનવજાતિની રક્ષા માટે નિમિત થયેલા પયગંબરે છે એવું સમજવાનું.
Page #390
--------------------------------------------------------------------------
________________
પારસી પયગંબરના આશ્રમમાં
४०७
મેં જોયું કે ભારતમાં એવા માણસ છે જે યોગની સાધનાથી પ્રાપ્ત થતી ઉત્તમ અવસ્થાની આકાંક્ષા રાખે છે, પરંતુ સાધના અને શિસ્તના રૂપમાં માગવામાં આવતી કિંમત ચૂકવવાની ઈચ્છા નથી રાખતા. એથી એ લેકે અફીણ અને ભાંગનું સેવન કરે છે, અને એવી રીતે એ ઉત્તમોત્તમ અવસ્થાની રંગીલી નકલને હાથ કરે છે. એવા વ્યસન અથવા પીણાની લતમાં પડેલા માણસના વર્તનનું મેં નિરીક્ષણ કર્યું છે અને શોધી કાઢયું છે કે એમનામાં એક ગુણ (અથવા દુર્ગુણ) સામાન્ય હોય છે. એમના જીવનની નાનીમોટી મહત્વની વાતોને એ અત્યંત અતિશયોક્તિપૂર્વક રજૂ કરે છે, અને પોતે સાચું કહી રહ્યા છે એવી દઢ માન્યતા સાથે તમને તદ્દન ખોટી વાત કરતા રહે છે! એટલા માટે જ એ આત્મપ્રશંસાના વ્યાધિના ભોગ બને બને છે. એ બીજું કાંઈ જ નથી, પરંતુ પિતાની જાતની મહત્તાની વૃત્તિને સંપૂર્ણ બ્રાંતિના હદે પહોંચાડનાર અતિરેક છે.
માદક પીણાંની લતે ચડેલે માણસ સ્ત્રીને પોતાની તરફ બેકાળજીથી દષ્ટિપાત કરતી જુએ છે. એની સાથેના આખાય પ્રેમપ્રસંગને એ પોતાના મનમાં તરત જ વાગી લે છે. એની દુનિયા સમગ્ર રીતે એની પિતાની જ યશસ્વી જાતની આજુબાજુ ફર્યા કરે છે. પિતાની અદ્દભુત શક્તિઓ સંબંધમાં એ એવી વિચિત્ર વાત વહેતી મૂકે છે કે આપણે વિચાર કરતા થઈ જઈએ છીએ કે એની મનવૃત્તિ પર એને પૂરે કાબૂ છે કે નહિ. એનાં કર્મો પણ લાગણીના આકસ્મિક, ન સમજાવી શકાય તેવા, અગમ્ય, આવેગોને પરિણામે પ્રકટી ઊઠતાં હોય છે.
એવા કમનસીબ પુરુષોના જીવન અને ચારિત્ર્યમાં જોવા મળતાં કેટલાંક વિસંવાદી લક્ષણો એમની અવસ્થામાં કરાયેલા કૃત્રિમ ફેરફારના પરિણામરૂપ હોય છે. મન કેઈ પણ જાતના કારણ વગરની શકય પ્રવૃત્તિ ન કરે તે માટે આપણે એક ચેતવણીરૂપે આ હકીકત યાદ રાખવી જોઈએ તથા વધારે મોટા દાવાઓ કરનારા ધાર્મિક ભક્તોને અભ્યાસ કરે જોઈએ. નિષેનું એક વાકયે ટાંકીને કહી શકાય કે પારસી પયગંબર “માનવની કેટિના પૂરેપૂરા માનવ” છે.
Page #391
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
મહેરબાબા પેાતાનું મૌનત્રત કયારે પૂરું કરશે એ સંબંધમાં માટીમેાટી વાતા વહેતી કરવામાં આવે છે. એ કદી પણ મૌનવ્રત તાડશે કે નહિ એ બાબત આપણને વિચાર કરતા કરી મૂકે છે. છતાં એટલું તેા કાઈ પણ પ્રકારની વિશેષ સમજશક્તિ વિના જ સમજી શકાય છે કે લાંબે વખતે એ ખેાલવા માંડશે તાપણુ, એમના શબ્દો જગત માટે નકામા જ થઈ પડશે. શબ્દો કાંઈ ચમત્કારા નથી કરી શકતા. એમની અવિચારી ભવિષ્યવાણી સાચી પડે કે ન પણ પડે. ખાસ વાત તેા એ છે કે પયગંબર પેાતાની જાતને ઈશુ અને બુદ્ધની કાટિમાં મૂકવાની હિંમત કરે છે. પર ંતુ મને તેા એમનામાંથી, કાઈક અલૌકિક જીવનકાવાળા મહાપુરુષ પાસેથી મળતી પ્રેરણા જેવી પ્રેરણા તે શું પણ એક સાધારણ સંતપુરુષ પાસેથી જેની આશા રાખી શકાય તેટલી પ્રેરણા પણ ન મળી. એવા માણસના સ ંદેશ બહેરા તેમ જ ધ્યાન ન આપનારા કાને જ અથડાવાના.
૪૦૮
એમના ઉત્સાહી અનુયાયીઓનુ શું ? ઠંડી ગતિએ આવેલા કઠોર કાળ એમને છૂટા પાડશે ? એને આધાર એમની બૌદ્ધિક અને આધ્યાત્મિક પરિપક્વતાની માત્રા પર તથા ચારિત્ર્યને સમજી શકવાની એમની શક્તિ પર તેમ જ એમના વ્યાવહારિક અનુભવની વિશાળતા પર રહેશે. તર્ક અને લાગણી, ઇતિહાસ અને અફવા, તથા કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેના ભેદ પારખનારી અને એમને અલગ પાડનારી વૈજ્ઞાનિક વિચારધારાની તાલીમ વગરની, સમજણના અભાવવાળી, અતિધાર્મીિક જાતિની ત્રુટિઓથી પીડાય છે. ઉત્સાહી અનુયાયીઓનું ટાળું એકઠું કરવાનું કામ સહેલું છે. એ ટાળુ પ્રામાણિક સાધંકાનું, મૂર્ખ અને અનુભવ વિનાના લોકાનું હાય, કે પછી એમના કરતાં વધારે મહત્ત્વ ધરાવતા ગ્રહોની સાથે પેાતાને તેમ જ પેાતાના નસીબને જોડવાનું જેમને ડહાપણભર્યું" લાગતુ. હેાય એમનું હેાય.
મારી પાસે વિગતવાર વર્ણન કરવાની પૂરતી જગ્યા કે ધીરજ નથી. પરંતુ એ એક હકીકત છે કે મહેરબાખાએ એમની કારર્દીિમાં
Page #392
--------------------------------------------------------------------------
________________
પારસી પયગંબરના આશ્રમમાં
૪૦૯
પ્રત્યેક પગલે ભૂલા કરી છે. એવી રીતે મે' પણ કરી છે. પરંતુ એ એક ઈશ્વરપ્રેરિત પયગમ્બર હોવાના દાવા કરે છે, જ્યારે હું એક સામાન્ય મનુષ્ય તરીકેની મારી મર્યાદાએથી ભારે ખેદપૂર્વક માહિતગાર છું. કહેવાના મુદ્દો એ છે કે મહેરબાબા ભૂલે કરી શકે એવું એમના અનુયાયીએ કદી પણ નહિ સ્વીકારે. એ હંમેશાં નિખાલસપણે એવું માને છે કે એ જે કાંઈ કહે છે કે કરે છે તેની પાછળ કાઈક રહસ્યમય ગુપ્ત હેતુ સમાયેલા હેાય છે. એમનું અંધાનુકરણ કરવામાં એમને સંતાષ લાગે છે, અને લાગતા હાવા જોઈએ, કારણ કે એમને જે ગળે ઉતારવાનુ` હાય છે તેની સામે સુદ્ધિ તરત જ બળવા કરે છે. એમની સાથેના મારા સ્વાનુભવને પરિણામે મારા આટલા બધા જીવનમાં મને વફાદાર રહેલું દોષદર્શીપણું સાચું યુ ને ગાઢ બન્યું. અને એ સ્વાનુભવે આ ઉપખંડમાં મારું પરિભ્રમણ આગળ વધારનારી આંતરિક લાગણીપ્રધાનતાને છુપાવી રાખનારા મૂળભૂત અવિશ્વાસને બળવાન બનાવવામાં ફાળા આપ્યા.
પૂર્વમાં બધે જ ભાવિની ઘટનાની ઉપરાઉપરી સૂચનાએ મળે છે. એ ઘટના છેલ્લાં કેટલાંય સૈકાંએમાં ઇતિહાસે આલેખેલી સૌથી મહાન ઘટના તરીકે સાબિત થશે. ભારતના ઘઉં વર્ણ ચહેરાવાળા મનુષ્યામાં, તિબેટના મજબૂત બાંધાના લેાકેામાં, ચીનના બદામી રંગનાં નેત્રોવાળા જનસમૂહમાં, અને આફ્રિકાની વૃદ્ધ દાઢીવાળી પ્રજામાં એવી ઘટનાની ભવિષ્યવાણી પાતાનુ` માથુ ઊંચકી રહી છે. પૂર્વના દેશાની તેજસ્વી ધાર્મિક કલ્પના પ્રમાણે, કાળ પાકયો છે અને આપણા અશાંત સમય એ ઘટના વધારે સમીપ હાવાના એંધાણુ જેવા છે. પેાતાની મનેદશામાં થયેલા આકસ્મિક ફેરફાર એમની પયગંબર તરીકેની કારકિર્દીની નિશાનીરૂપ છે એમ માનવા કરતાં વધારે સ્વાભાવિક મહેરબાબાને માટે ખીજું શું હાઈ શકે ? એમને માટે એમની એ મનપસંદ માન્યતાના સેવન કરતાં વધારે સ્વાભાવિક ખીજું શું હેાઈ શકે કે એક ક્વિસ એ ભયગ્રસ્ત દુનિયાની આગળ પેાતાની જાતને જાહેર કરશે ? એમના આજ્ઞાંકિત
Page #393
--------------------------------------------------------------------------
________________
૪૧૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની બેજ માં
અનુયાયીઓ પોતાના પયગંબરના પ્રાકટયના સમાચાર ફેલાવવાનું કામ માથે ઉપાડી લે એથી વધારે કુદરતી બીજુ હોઈ શકે ? મહેરબાબાએ અખત્યાર કરેલી પદ્ધતિઓ ધર્મોના ઈતિહાસની પૂરેપૂરી માહિતીવાળા માનવોને અસર પહોંચાડવા માટે જરા પણ બંધબેસતી ન લાગી. એ બુદ્ધિને, અંતઃ પ્રેરણાને કે આધ્યાત્મિક રીતભાતને સંતોષી શકે તેમ નહોતી. એ આગળ તરી આવતા
સંત નાં ભાવિ કર્મો કેવો આકાર ધારણ કરશે એ બાબત મને ઘાણી ઊંડી શંકા પેદા થઈ. પરંતુ વર્તમાન લેખક કરતાં કાળ એ કમેન જગતના મનોરંજન માટે વધારે સારી રીતે પ્રકટ કરશે.
અને આ લાંબી વિચારણની પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે, મને સમજાય છે કે મહેરબાબાની ઝડપી ગતિવાળી આંગળીઓ દ્વારા અનેક ઊંચા અને ઉત્તમ ઉપદેશ પૂરા પાડવામાં આવ્યા છે એને ઇનકાર મારે ન કરવું જોઈએ. પરંતુ પોતાની ધાર્મિક પ્રેરણાના ક્ષેત્રમાંથી એ નીચે ઊતરતા તથા પોતાની વ્યક્તિગત મહાનતા અને પિતાના અંગત ભાગ્યની વાત કરવા જેટલા હલકા બનતા, ત્યારે
એમની પાસેથી ઊડ્યા વિના ચાલતું નહિ. એ રીતે એ બીજાની નજરમાં નીચા પડતા.
[મહેરબાબા એ પછી તો પશ્ચિમનો પ્રવાસ કરી ચૂક્યા છે અને એમને પંથ પણ પશ્ચિમમાં શરૂ થયો છે. એ હજુ પણ કહે છે કે જ્યારે હું મારું મૌન એલીશ ત્યારે મોટી મોટી ચમત્કારિક વસ્તુઓ કરી બતાવીશ. એમણે કેટલીક વાર ઇગલેન્ડની મુલાકાત લીધી છે, ફેન્સ, પેન તથા ટકીંમાં અનુયાયીઓ ઊભા કર્યા છે, અને બે વાર ઈરાન જઈ આવ્યા છે. પુરુષો ને સ્ત્રીઓના કાફલા સાથે અને રિાની એમણે નાટકીય પ્રવાસ કર્યો છે. એ હોલીવુડ પહોંચ્યા ત્યારે એમનું બાદશાહી સ્વાગત કરવામાં આવ્યું. મેરી પીકફેડે એમની પોતાના ઘરમાં પરોણાગત કરી, તલ્લાહ બખેડ એમનામાં રસ લેતા થયા, અને હોલીવુડની મોટામાં મોટી હોટેલમાં એમની આગળ હજારેક અગ્રગણ્ય લોકો ભેગા થયા. અમેરિકામાં એમના પશ્ચિમના આશ્રમ અથવા કેન્દ્રની સ્થાપના કરવા માટે જમીનને મેટો વિસ્તાર મેળવવામાં આવ્યા.]
Page #394
--------------------------------------------------------------------------
________________
૧૫
એક અદ્ભુત મુલાકાત
પશ્ચિમ ભારતમાં મેં બીજી વાર આરામપૂર્વક અને અનિશ્ચિત રીતે ફરવા માંડયું. રેલવેની ધૂળવાળી ટ્રેનોમાં ને બેઠક વગરની બેલગાડીઓમાં મુસાફરી કરીને કંટાળ્યા પછી, સાથીદાર, ડ્રાઈવર તેમ જ નેકરને ત્રિવિધ ભાગ ભજવનાર હિંદુ ભાઈની સાથે મેં એક જૂની છતાં મજબૂત ટુરિંગ કારમાં મારી આગળની સફર શરૂ કરી.
અમે જુદાં જુદાં કેટલાંય દશ્યો જોતા આગળ વધ્યા, અને એ દરમિયાન અમારાં ટાયર નીચેથી માઈલે ઝડપથી પસાર થતા રહ્યા. જંગલના ભાગોમાં રાત પડતી અને સમય પર કોઈ ગામમાં પહોંચવાનું અશક્ય થઈ પડતું ત્યારે ડ્રાઈવર મોટર રોકી દેતો અને સવાર પડે ત્યાં અમે અટકી જતા. આખી રાત દરમિયાન એ લાકડાં ને ડાળખાંની મદદથી અગ્નિને સળગેલો રાખ. એ ખાતરી આપતો કે અગ્નિની વાળાને લીધે જંગલી જનાવરે આપણી પાસે નહિ આવે. ચિત્તા તથા દીપડાઓ જંગલમાં રહેતા ખરા, પરંતુ સાધારણ અગ્નિને લીધે એમની અંદર એવો ભય ઉત્પન્ન થતો કે એ ખાસ્સા દૂર રહેતા. પરંતુ શિયાળોનું એવું નહોતું. ડુંગરોમાં કોઈ કોઈ વાર એમને વિલાપ અમને તદ્દન નજીકથી સંભળાયા કરતો. અને દિવસ દરમિયાન અમને પ્રસંગોપાત્ત એમના માળામાંથી નીકળીને પીળા આકાશમાં ઉપર ચડતાં ગીધ પક્ષીઓ મળતાં રહેતાં.
એક દિવસ બપોર પછી અમે ધૂળથી ઢંકાયેલા રસ્તા પરથી મોટરમાં આગળ વધી રહ્યા હતા ત્યારે રસ્તાની એક બાજુએ
Page #395
--------------------------------------------------------------------------
________________
૪૧૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ખેડેલી બે વ્યકિત અમારી નજરે પડી. એક તા મધ્યમ વયના સાધુપુરુષ હતા. એ આછાં પાંદડાંવાળા ઝાડની હળવી છાયામાં લાકડાના સાધન પર હડપચી લગાડીને બેઠેલા અને કાઈક ઊંડા ચિંતનમાં ડૂબેલા દેખાતા હતા. બીજા એમના યુવાન સેવક–માટે ભાગે એમના શિષ્ય હતા. મેાટી ઉંમરના સાધુપુરુષના હાથ જોડેલા હતા, એમની આંખ ધ્યાનમાં અડધી મીંચેલી હતી, અને અમે પસાર થતા ત્યારે પણ એ સંપૂર્ણપણે નિશ્ચળ બનીને બેસી રહ્યા. અમારા પર એમણે એક દૃષ્ટિપાત પણ ન કર્યો, પરંતુ એમના યુવાન શિષ્ય અમારી મેાટર તરફ શુષ્કતાપૂર્વક તાકવા માંડચી. એ પુરુષના વદન પરની કાઈક વસ્તુએ મને આકર્ષ્યા, અને મેં થાડેક દૂર જઈને અટકી જવાને નિય કર્યાં. મારા હિંદુ સાથી એમની પૃછપરછ કરવા પાછા ગયા. મેં એમને એ બંનેની પાસે જરાક ગભરાતા હોય તેમ જતા જોયા કર્યા.
એ પાછા ફર્યા ત્યારે બીજી કેટલીય ક્ષુલ્લક વિગતાની સાથે એમણે મને જણાવ્યું કે એ બંને ખરેખર ગુરુશિષ્ય છે, મેટાનું નામ ચંડીદાસ છે, અને નાની ઉ ંમરના સાધુએ કરેલી પ્રશંસા પ્રમાણે, એ એક અત્યંત અસાધારણ શક્તિસંપન્ન યેાગી છે. લગભગ બે વરસ પહેલાં એમણે એમના દેશ બંગાળને છેડયો છે. ત્યારથી થાડુંક પગે ચાલીને નેથેડુંક ટ્રેનમાં એવી રીતે એમણે આજ સુધી કેટલુંય અંતર કાપી નાખ્યુ છે, અને એ એક ગામથી ખીજે ગામ ફર્યા કરે છે.
મે તેમને મેટરમાં બેસવાની પ્રાર્થના કરી. મેાટા સાધુએ મારા પર ા કરીને કૃપા કરતાં અને નાનાએ લાગણીપૂર્વક આભાર માનતાં એ પ્રાના સત્વર સ્વીકારી લીધી. એને પરિણામે, અડધા કલાક પછી, અમારી મેટરે પાસેના ગામમાં એક વિચિત્ર મિશ્રણવાળી મંડળી ઉતારી. એ ગામમાં અમે રાતે રાકાવાના નિર્ણય કર્યો.
રસ્તામાં ખીજો કોઈ પણ માણસ ન દેખાયા. ફક્ત ગામની પાસે પહોંચ્યા ત્યાં દૂબળી ગાયાનું નાનકડુ ટાળુ ચારતા છેકરો
Page #396
--------------------------------------------------------------------------
________________
એક અદ્દભુત મુલાકાતે
૪૧૩
જોવા મળે. ગામના કૂવા પાસે ઊભા રહીને અમે તાજગી આપનારું છતાં શંકાસ્પદ રંગીન પીણું પીવા માંડ્યા ત્યારે સાંજને વખત શરૂ થવા આવ્યો. ગામની એક છૂટીછવાઈ શેરીમાં આવેલાં ચાળીસ કે પચાસ ઝૂંપડાં અને નાનાં ઘર, એમનાં અવ્યવસ્થિત ઘાસનાં છાપરાં, માટીની નીચી કઢંગી દીવાલે અને વાંસની કાચી વળીઓ તથા થાંભલીઓ, એમના મલિન દેખાવને લીધે મારામાં થોડીક નિરાશા જગવી ગઈ. થોડા ગ્રામવાસીઓ એમનાં અનાકર્ષક નિવાસસ્થાનની આગળ છાયામાં બેઠા હતા. અડધી ઢંકાયેલી છાતીવાળી એક ઘરડી, ગમગીન સ્ત્રી કૂવા પાસે આવી પહોંચી, અમારી તરફ તાકવા માંડી, અને એના પિત્તળના ઘડામાં પાણી ભરીને ઘર તરફ ચાલી નીકળી.
મારા હિંદુ સાથીએ ચા બનાવવાની સામગ્રી એકઠી કરી અને ગામના મુખીના ઘરની શોધ કરવાની શરૂઆત કરી. મેગી અને એમના વફાદાર સેવક કે શિષ્ય ધૂળ પર બેસીને આરામ કરવા માંડયા. યોગી અંગ્રેજી નહાતા જાણતા અને મેં મેટરમાં જાણી લીધેલું કે એમના શિષ્યને એ ભાષાનું તદ્દન ઓછું ઉપલક જ્ઞાન હતું. એ જ્ઞાન યોગ્ય રીતે વાર્તાલાપ કરવા ભાગ્યે જ કામ લાગે તેવું હતું. થોડાક પ્રયત્ન કર્યા પછી મને લાગ્યું કે સાંજના યોગીની મુલાકાત લેવાનું વધારે ફાયદાકારક થઈ પડશે. મુલાકાત લેવાનો મેં નિશ્ચય કર્યો. મારા હિંદુ સાથીની દુભાષિયા તરીકેની સેવાને એ વખતે મને લાભ મળે એમ હતે.
એ દરમિયાન પુરુષો, સ્ત્રીઓ અને બાળકની નાનકડી મંડળી અમારી આજુબાજુ એકઠી થઈ ગઈ. દેશની અંદરના ભાગના એ લેકેને અંગ્રેજોના સંપર્કમાં આવવાનું ભાગ્યે જ બનતું. એમનામાંના કેટલાકની સાથે વાત કરવામાં મને અવારનવાર ઘણે આનંદ આવતે. તેનું કારણ એ પણ ખરું કે એવી વાતચીત દ્વારા જીવન પ્રત્યેને એમને નૈસર્ગિક અને નિર્દોષ દૃષ્ટિકોણ જાણવા મળતો. બાળકે શરૂઆતમાં શરમાળ લાગ્યાં. પરંતુ થોડાક પૈસા વહેંચીને એમનાં મનને મેં જીતી લીધાં. ડાયલને મૂકીને મેં એમના આનંદને
Page #397
--------------------------------------------------------------------------
________________
૪૧૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
માટે એલારામ વગાડવું એ સાંભળીને મારા ઘડિયાળને એ સૌ નિર્દોષ અને ભોળી નજરે જોઈ રહ્યાં.
કેઈ સ્ત્રીએ યોગીની પાસે આવીને એમને ખુલ્લી શેરીમાં પ્રણામ કર્યા. એમને ચરણસ્પર્શ કર્યો, અને પછી પોતાના હાથને કપાળે લગાડયા.
મારા હિંદુ નોકરે મુખીની સાથે પાછા આવીને મને સમાચાર આપ્યા કે ચા તૈયાર છે. એ એક કોલેજના ગ્રેજ્યુએટ હતા તો પણ સેવક, ડ્રાઈવર તથા દુભાષિયા તરીકે વર્તવામાં સંતોષ માનતા, કારણકે એ મારા પશ્ચિમી અનુભવનો લાભ ઉઠાવવા માગતા હતા અને કાયમ આશા રાખતા કે એક દિવસ હું એમને યુરોપ લઈ જઈશ. હું તેમની સાથે એક સાથી તરીકેનું, એમની સબુદ્ધિ અને એમના ચારિત્ર્યને છાજે તેવું વર્તન રાખતો.
થોડી વારમાં તો કેઈકે યોગી તથા એમના શિષ્યને રાજી કર્યા અને એમને એક ઝૂંપડીમાં આતિથ્ય માટે લઈ ગયા. શહેરના પિતાના ભાઈઓની સરખામણીમાં આવા ગ્રામવાસી લેકે વધારે માયાળુ લાગ્યા એમાં શંકા નહિ.
અમે મુખીના ઘર તરફ ચાલવા માંડ્યા ત્યારે નારંગી રંગને સૂર્ય પોતાના જીવનને છેલ્લે શ્વાસ લઈ રહ્યો હતો. એને લીધે દૂરની ટેકરીઓની પાછળના પશ્ચિમ દિશાના આકાશને હું લાલ થતું જોઈ શક્યો. એક સરસ દેખાતા મકાન આગળ આવીને અમે રોકાયા. એની અંદર જઈને મેં મુખીને આભાર માન્ય.
તમારો સત્કાર કરવાનું મને જે માન મળ્યું છે તેને લીધે મને અતિશય આનંદ થઈ રહ્યો છે. એમણે સીધીસાદી ભાષામાં ઉત્તર આપ્યો.
ચા પીધા પછી અમે થોડી વાર વિશ્રામ કર્યો. ખેતરમાં સ્વલ્પજીવી સાંજના ઓળા ઊતરી પડ્યા અને રાતને માટે ગામમાં પાછાં લવાતાં ઢોરના અવાજ સંભળાવા લાગ્યા. થોડી વાર પછી મારા સેવકે યેગી પાસે જઈને મારે માટે રસ્તે તૈયાર કરવામાં
Page #398
--------------------------------------------------------------------------
________________
એક અદ્દભુત મુલાકાત
૪૧૫
સફળતા મેળવી. એ મને લઈને એક સાધારણ જેવા ઝૂંપડાના દ્વારા આગળ આવી પહોંચ્યા.
મેં નીચા છાપરાવાળા, ચોરસ ઓરડામાં પ્રવેશ કર્યો અને જમીન પર ચાલવા માંડયું. ઓરડામાં કોઈ જાતનું ફર્નિચર નહેતું દેખાતું. કઢંગા દેખાતા ચૂલાની આજુબાજુ થોડાક માટીના ઘડા પડેલા હતા. દીવાલમાં લગાડેલો એક વાંસનો ટુકડો કપડાં રાખવાના સાધન તરીકે વપરાતે હતો. એના પર કપડાં તથા જૂનાં વસ્ત્રોનાં ચીંથરાં પડેલાં હતાં. એક ખૂણામાં પિત્તળનો પાગીને પૂજે રાખેલે. મને થયું કે જૂના જમાનાના દીપકના ઝાંખા પ્રકાશમાં આ જગ્યા કેવી ખાલી લાગે છે. વધારે ગરીબ ખેડૂતને ઘરની સુખસગવડ એવી નીરસ હતી.
યોગીના શિષ્ય પોતાના ભાંગ્યાતૂટયા અંગ્રેજીમાં મારે સત્કાર કર્યો, પરંતુ એના ગુરુનું દર્શન ત્યાં ન થયું. એમને એક બીમાર માતાની પાસે આશીર્વાદ આપવા માટે લઈ જવામાં આવેલા. એમના પાછા આવવાની હું રાહ જોવા માંડ્યો.
લાંબે વખતે બહારના રસ્તા પર અવાજ થયા, અને ઘરના ઉંબરા આગળ એક ઊંચી આકૃતિનું દર્શન થયું. એમણે ગંભીરતાપૂર્વક ઓરડામાં પ્રવેશ કર્યો. મને જોઈને એમણે મારી હાજરીથી સંતોષ પામતા હોય એવો અભિનય કર્યો તથા થોડાક શબ્દો કહ્યા. મારા સેવકે એને અનુવાદ કરી બતાવ્યો.
અભિનંદન, સાહેબ ! દે તમારું રક્ષણ કરે !” મેં એમને બેસવા એમની આગળ સુતરાઉ શાલ ધરી, પરંતુ એને અસ્વીકાર કરીને એ પલાંઠી વાળીને જમીન પર બેસી ગયા. અમે એકમેકની સામે બેઠા, અને એ તકનો લાભ લઈને મેં એમને વધારે નજીકથી નિરીક્ષણ કરવા માંડયું. મારી સામે બેઠેલા એ પુરુષ આશરે પચાસ વરસની ઉંમરના હતા. છતાં એમની હડપચી પર ઊગેલી થોડી દાઢીને લીધે એ જરા મેટા દેખાતા. એમના વાળનાં
Page #399
--------------------------------------------------------------------------
________________
૪૧૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
ગૂંચળાં એમની ગરદન પર લટકતાં. એમનુ મેહું જ્યારે જોઈએ ત્યારે સ્મિત વગરનું અને ગંભીર દેખાતું. પરન્તુ અમારી પ્રથમ મુલાકાત વખતે જેણે મને સૌથી વધારે મુગ્ધ કરેલા અને અત્યારે જે મને નવેસરથી પ્રભાવિત કરી રહી તે તે એમની કાલસા જેવી કાળી આંખની અસાધારણ ચમક, એમની અનેરી તેજસ્વિતા હતી. મને લાગ્યુ કે એ અલૌકિક આંખ મારી આગળ લાંબા વખત સુધી તરવરતી રહેશે.
* તમે ઘણી લાંબી મુસાફરી કરી છે? ' એમણે શાંતિથી પ્રશ્ન કર્યાં.
મે હા કહી.
'
તમે માસ્ટર મહાશય વિશે શું માને છે ? ’ એમણે એકાએક પૂછી નાખ્યું.
મને નવાઈ લાગી. હું એમના જન્મસ્થાન બંગાળમાં જઈને કલકત્તામાં માસ્ટર મહાશયને મળી આવ્યા એની ખબર એમને શી રીતે પડી શકી ? મે એકાદ ક્ષણ સુધી એમની તરફ આશ્ચર્યચકિત થઈને જોયા કર્યું અને પછી એમને પ્રશ્ન યાદ કરીને કહ્યુઃ • એ પુરુષે મારા હર્દીને જીતી લીધું છે. પરન્તુ એમને વિશે પૂછવાનું કારણ ? ’
મારા પ્રતિપ્રશ્નને એમણે લક્ષમાં ન લીધે. ચારેકાર મૂંઝવણુભરી શાંતિ છવાઈ રહી. વાતચીત આગળ ચલાવવાના આશયથી મે' કહ્યું ઃ
- કલકત્તાની ફી મુલાકાત લઉં ત્યારે એમને ફરીથી મળવાનુ હું વિચારી રહ્યો છું. એ તમને જાણે છે ? તમારા કુશળ સમાચાર એમને પહેાંચાડુ ?’
ચેાગીએ દૃઢતાથી માથું ધુણાવ્યું.
r
તમે મહાશયને ફરીથી કદી નહિ મળી શકેા. મૃત્યુના દેવતા યમ અત્યારે એમના આત્માને ખેાલાવી રહ્યા છે.’
ક્રી શાંતિ છવાઈ ગઈ. એ પછી મેં એમને કહ્યું :
Page #400
--------------------------------------------------------------------------
________________
એક અદભુત મુલાકાત
૪૧૭ મને યોગીઓના જીવનમાં અને વિચારોમાં રસ છે. તમે યોગી કેવી રીતે થયા તથા તમે શું જ્ઞાન મેળવ્યું તે મને કહી શકશે ?”
ચંડીદાસે એમની માહિતી મેળવવાના મારા પ્રયત્નને ઉત્તેજન ન આપ્યું.
ભૂતકાળ રાખના ઢગલા જેવો છે.” એમણે ઉત્તર આપ્યોઃ એ રાખમાં હાથ નાખીને મરી પરવારેલા અનુભવોને બહાર કાઢવાની માગણી ન કરશો. હું ભૂત કે ભવિષ્ય બંનેમાંથી કોઈ પણ કાળમાં નથી આવતો. માનવના આત્માના ઊંડાણમાં જઈને જોઈએ તે, એ વસ્તુઓ પડછાયા કરતાં વધારે યથાર્થ નથી લાગતી. મને શીખવા મળેલા જ્ઞાનમાં એને સમાવેશ પણ થઈ જાય છે.”
એ ઉત્તર જરાક અકળાવનારે હતો. એમના ધર્મગુરુ જેવા કડક વલણને લીધે મારી શાંતિમાં ભંગ પડ્યો.
પરંતુ કાળની દુનિયામાં રહેનારા આપણે તે એમનું ધ્યાન રાખવું જ જોઈએ.” મેં વિરોધ કર્યો.
કાળ?” એમણે પૂછયું : “એવી કઈ વસ્તુનું અસ્તિત્વ છે તેની તમને ખાતરી છે ?”
મને થયું કે અમારા વાર્તાલાપને પ્રવાહ વિચિત્ર રીતે વહી રહ્યો છે. એમના તરફથી એમના શિષ્ય જેનો દાવો કરતા હતા તે આશ્ચર્યકારક શક્તિ શું એ ખરેખર ધરાવતા હશે ? મેં મોટે સ્વરે કહ્યું :
જે કાળનું અસ્તિત્વ હેત જ નહિ તો ભૂત અને ભવિષ્ય બંને અત્યારે એકી સાથે જ રહેતા હતા. પરંતુ અનુભવ તો એથી ઊલટી જ હકીકત કહી બતાવે છે.”
“એમ? તમારા કહેવાનો ભાવાર્થ એવો છે કે તમારો અનુભવ અથવા આખી દુનિયાને અનુભવ, એવું કહી બતાવે છે ?”
“જરૂર. તમે એવું તે નથી જ સૂચવતા કે તમે એ સંબંધમાં કઈ જુદે અનુભવ ધરાવે છે!”
તમારી વાત સાચી છે. એમણે વિચિત્ર ઉત્તર આપ્યો,
Page #401
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એટલે શું મારે એમ માનવું કે તમે ભવિષ્ય જોઈ શકે છે ?'
હું અનંતતામાં વાસ કરું છું.” ચંડીદાસે ઉત્તરમાં કહેવા માંડયું: “ભવિષ્યનાં વરસમાં મારા જીવનમાં જે ઘટનાઓ બનવાની છે તેને જાણવાને પ્રયાસ હું કદી નથી કરતો.”
પરંતુ બીજાને માટે તમે એ પ્રયાસ કરી શકે ખરા ?” મારી મરજી હોય તો કરી શકું.' મેં એ વિષયની ચોખવટ કરી લેવાનો નિશ્ચય કર્યો.
“તો પછી ભવિષ્યમાં બનનારી ઘટનાઓને ચિતાર તમે બીજાની આગળ રજૂ કરી શકે ખરા ?”
કરી શકું, પરંતુ ફક્ત આંશિક રૂપે. મનુષ્યોનાં જીવન એટલી સરળતાથી નથી ચાલતાં કે એમને માટેની પ્રત્યેક વિગત પહેલેથી નક્કી કરી રાખી હોય.”
પછી તમે જેટલે જાણી શકે તેટલે મારા ભવિષ્યને ભાગ તમે મારી પાસે પ્રકટ કરી શકશે ખરા ?”
એ બધું જાણવાની ઈચ્છા તમને શા માટે થઈ રહી છે ?” હું અચકાયો.
“ઈશ્વરે જે થવાનું છે તેના પર પડદે નાખે છે તે કાંઈ યોગ્ય કારણ વગર નથી નાખ્યો.” એમણે લગભગ કડકાઈથી કહેવાનું ચાલુ રાખ્યું.
હું શું કહી શકું ? એટલામાં મને પ્રેરણા થઈ.
મારા મનને ગંભીર સમસ્યાઓ સતાવી રહી છે. એમના ઉકેલ માટે કાંઈક પ્રકાશ મેળવવાની આશા સાથે હું તમારા દેશમાં આવ્યો છું. તમે જે કહેશો તેમાંથી મને કદાચ પથપ્રદર્શન મળી રહેશે, અથવા એને પરિણામે કદાચ હું જાણી શકીશ કે મારે આવવાનું પ્રયોજન નિષ્ફળ છે કે સફળ.” - મીએ પિતાની કાળી ચળકતી આંખ મારી તરફ ફેરવી. એ પછી પાછી શાંતિ છવાઈ ગઈ. એ યોગીપુરુષની ભવ્યતાએ મને ફરી એક વાર પ્રભાવિત કર્યો. એ પગને વાળીને પદ્માસનમાં બેઠા ત્યારે
Page #402
--------------------------------------------------------------------------
________________
એ ક
અદ્ભુત મુલાકાત
કાંટ્
એટલા મહાન અને ધર્માચાર્ય જેવા ડાઘા દેખાવા માંડવા કે વાત નહિ. દૂરના જંગલના ગામડાની ગરીબ ઝૂંપડીમાંના એમની આજુબાજુના વાતાવરણથી એ ઉપર ઊઠી ગયા હોય એવું લાગવા માંડયું.
દીવાલના ઉપરના ભાગમાંથી મે` પહેલી જ વાર એક ગરાળીને અમારી તરફ તાકતી જોઈ. એની મણુકા જેવી આંખ અમારા પર મંડાઈ રહી, અને એનું વિલક્ષણ આકૃતિવાળું માં એટલું બધું વિચિત્ર લાગવા માંડયું કે જાણે એ મારી તરફ દુષ્ટતાપૂર્વક દાંતિયાં
કરતી ન હોય !
આખરે ચ'ડીદાસે ખાલવાનું શરૂ કર્યું... :
જ્ઞાનનાં ચળકતાં રત્નાથી હું સુશોભિત નથી તેાપણુ, મારા શબ્દો તમે સાંભળશો તે તમારી મુસાફરી નિષ્ફળ નહિ જાય. તમે તમારી ભારતીય સફર જ્યાંથી શરૂ કરી છે તે જ સ્થળમાં પાછા જા અને નવા ચંદ્રના ઉદય થશે તે પહેલાં તેા તમારી કામના પૂરી થશે.’
.
(
તમે એવું કહેવા માગેા છે કે હું મુંબઈ પાછે જાઉં ? ' તમે બરાબર કહો છે.'
મને મૂંઝવણ થઈ, એ મિશ્રાતીય, અપશ્ચિમી શહેરમાં મારે માટે શું હોઈ શકે ?
'
પરંતુ મારી શોધમાં સહાય કરે એવુ મને ત્યાં કશું જ નથી દેખાયું.’ મે` વિરોધ કર્યો.
ચંડીદાસે મારી તરફ શીતળ દૃષ્ટિએ જોવા માંડયુ
"
ત્યાં તમારા મા છે. એ માગે જેટલા જલદી ચાલી શકાય એટલા જલદી ચાલવા માંડેા. વખત જરા પણ બરબાદ કર્યા વગર આવતી કાલે મુબઈ જવા ઊપડી જામે.’
?
‘ તમારાથી એટલું જ કહી શકાય તેમ છે ?
6
વધારે કહી શકાય, પરંતુ એ જાણવાનું કષ્ટ મેં નથી ઉઠાવ્યું.’ એ પાછા શાંત થયા. એમની આંખ પ્રશાંત પાણીની પેઠે હાવભાવ વગરની અથવા અચળ બની ગઈ. એકાદ ક્ષણ પછી એ ખેાલ્યા : • આવતી મકરસંક્રાંતિ પહેલાં તમે ભારત છેાડીને પશ્ચિમના દેશોમાં પાછા ફરશો. અમારી ભૂમિ છેડશો તે જ વખતે તમારા
Page #403
--------------------------------------------------------------------------
________________
૪ર૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
શરીરને ભયંકર બીમારીનો ભોગ બનવું પડશે. વ્યાધિગ્રસ્ત શરીરમાંથી બહાર નીકળવા માટે આત્મા ફાંફા મારશે, પરંતુ એના છુટકારાને સમય એ વખતે નહિ આવ્યો હોય. પ્રારબ્ધની ગુપ્ત યોજના વળી પાછી પ્રકટ થશે. એથી પ્રેરાઈને તમે ફરી આર્યાવર્તામાં આવશો. * એવી રીતે અમારી મુલાકાત તમે બધી મળીને ત્રણ વાર લેશી. અત્યારે પણ એક ઋષિ તમારી રાહ જોઈ રહ્યા છે, અને એમની સાથે તમે જૂના સંબંધના દરથી બંધાયેલા છે માટે, એમને માટે પણ, તમે અમારી સાથે રહેવા માટે પાછા આવશો.”
એમને સ્વર બંધ પડ્યો અને એમનાં પોપચાં સહેજ હાલી ઊઠયાં. પાછળથી મારી તરફ સ્થિર દૃષ્ટિએ જોઈ એમણે આગળ
કહ્યું :
તમે સાંભળી લીધું. એથી વિશેષ કશું જ નથી કહેવાનું.”
અમારી બાકીની વાતચીત આડીઅવળી તથા મહત્વ વિનાની હતી. ચંડીદાસે પિતાને લગતી વિશેષ ચર્ચાવિચારણામાં ઊતરવાની ના પાડી, એટલે એમના શબ્દો કેવી રીતે સ્વીકારવા તેના સંબંધમાં એમણે મને વિચાર કરતો છેડી દીધા. તે પણ મને એવું તો લાગ્યું જ કે એ શબ્દની પાછળ ઘણું રહસ્ય સમાયેલું છે.
એમના યુવાન શિષ્યની સાથેના ટૂંકા વાર્તાલાપ દરમિયાન એક પળ આનંદની આવી ગઈ. એ વખતે એણે મને નિખાલસપણે પ્રશ્ન કર્યો :
ઈંગ્લેંડના યોગીઓમાં તમને આવી વસ્તુઓ નથી દેખાતી ?” મેં સ્મિતને રોકવાનો પ્રયાસ કર્યો.
એ દેશમાં યોગીઓ છે જ નહિ. મેં ઉત્તર આપ્યો.
સાંજના એ આખાય વખત દરમિયાન બીજી પ્રત્યેક વ્યક્તિ શાંત અને નિઃશબ્દ બનીને બેઠી હતી, પરંતુ યોગીએ જ્યારે સૂચવ્યું કે મુલાકાત પૂરી થઈ ત્યારે ઝૂંપડીના ખેડૂત જેવા દેખાતા માલિકે
* [ કાળે એ ભવિષ્યકથનનો પૂર્વાર્ધ સાચો ઠરાવ્યો છે. ]
Page #404
--------------------------------------------------------------------------
________________
એક અદ્ભુત મુલાકાત
૪૨૧
અમારી પાસે આવીને પૂછયું કે અમે એમની સાથે ભેજન કરીશું કે નહિ. મેં એમને ઉત્તર આપ્યો કે અમે મોટરમાં થોડીક ખાદ્યસામગ્રી લાવ્યા છીએ અને અમે એને રાંધવા મુખીને ઘેર જઈએ છીએ, કારણકે મુખીએ અમને રાતે રહેવા માટે એમના ઘરને એક એારડે આપવાનું વચન આપ્યું છે. પરંતુ ખેડૂતે જણાવ્યું કે અતિથિસત્કારની ભાવનાને યાદ કરીને જ પોતે ભોજનનું આમંત્રણ આપી રહ્યા છે. મેં કહ્યું કે મેં આજે સારી રીતે ખાધું હોવાથી મને આગ્રહ ન કરશે. છતાં એ એમના આગ્રહમાં મકકમ રહ્યા એટલે એમને નિરાશ કરવાને બદલે મેં એમની માગણી મંજૂર રાખી.
મારે ત્યાં કોઈ મહેમાન આવે અને હું એમને ભોજન ન કરાવું એ મને સારું ન લાગે. થાળીમાં તળેલા પદાર્થ પીરસતાં એમણે કહી બતાવ્યું.
બારી તરીકે કામ કરતા ખુલ્લા કાણામાંથી મેં નજર નાખી. એ કાણામાંથી સ્ફટિક જેવો સુંદર દેખાતે બીજને ચંદ્ર પોતાને ઝાંખો પ્રકાશ રેલાવી રહ્યો હતો. એ વખતે ગામડાના એવા સીધાસાદા, નિરક્ષર ખેડૂતોમાં અવારનવાર જોવા મળતા ઉત્તમ ચારિત્ર્ય અને માયાળુતાને હું વિચાર કરવા લાગ્યા. શહેરના લેકમાં વારંવાર દેખાતી ચારિત્ર્યની અધોગતિ કોલેજના શિક્ષણ કે કઈ પ્રકારની ધંધાકીય સૂક્ષ્મ સમજશક્તિથી પણ ભરપાઈ નહિ થઈ શકે.
મેં જ્યારે ચંડીદાસની અને એમના શિષ્યની વિદાય લીધી ત્યારે ખેડૂતે છાપરાના પાટડા પર લટકતું સસ્તું ફાનસ લઈને અમારી સાથે રસ્તા પર આવીને અમને રજા આપી. મેં એમને આભાર માન્યો, એટલે એમણે કપાળે હાથ લગાડીને મને સલામ કરી, મિત કર્યું, અને પછી એ ખુલ્લા બારણામાં ઊભા રહ્યા. અમે રાતના અમારા સૂવા માટેના સ્થાન તરફ ચાલી નીકળ્યા. હું મારા નોકરની પાછળ ચાલવા માંડ્યો. અમારા હાથમાં બેટરી
ભા. આ, ૨. ખે. ૨૭
Page #405
--------------------------------------------------------------------------
________________
કરી
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
સળગતી હતી. ઊંઘ મારાથી દૂર જતી રહી. કારણકે એક બાજુ મારા મનમાં બંગાળના રહસ્યમય યોગીના વિચારો ઉત્પન્ન થવા લાગ્યા તો બીજી બાજુ શિયાળોના ભયંકર પિોકારો અને રખડતા ભસતા કૂતરાના ખાસ પ્રકારના દીર્ધ અવાજ સંભળાવા માંડ્યા.
ચંડીદાસની સલાહને મેં શબ્દશઃ માન્ય ન રાખી તે પણ, મારી મોટરના મુખને મેં મુંબઈ તરફ ફેરવ્યું તો ખરું જ અને એ શહેર તરફ ધીમેધીમે પાછા જવા માંડયું. જ્યારે ત્યાં પહોંચીને એક હોટેલમાં રહેવામાં હું સફળ થયે ત્યારે મને માંદા પડવામાં પણ સફળતા મળી.
ચાર દીવાલના પિંજરમાં પુરાઈને, મનથી થાકીને તથા શરીરથી બીમાર બનીને, હું પહેલી જ વાર નિરાશાવાદી દષ્ટિકાણને ભેગ બનવા માંડ્યો. મને એવું લાગવા માંડયું કે હું ભારતમાં પૂરત અનુભવ કરી ચૂક્યો છું. આ દેશમાં મેં હજારો માઈલેની મુસાફરી કરી છે અને એ પણ અવારનવાર ઉપસ્થિત થયેલી પ્રતિકૂળ પરિસ્થિતિમાં સુરાપાન, ભજન, નૃત્ય, બ્રિજ, હિસકી અને સેવાને લીધે આકર્ષક અને નમૂનેદાર દેખાતા અંગ્રેજોના લત્તામાં હું જેની શોધ કરતા હતા તે ભારતનું દર્શન મને ન થયું. શહેરમાં ભારતીય લત્તાઓમાં જ્યારે પણ મને સારી રીતે રહેવાને અવસર મળ્યો ત્યારે એને લીધે મને મારી શધમાં મદદ મળી, પરંતુ એણે મારી તંદુરસ્તીને ન સુધારી, જ્યારે જંગલનાં ગામડાંઓ અને ઉપરના પ્રદેશને નિવાસ પ્રતિકૂળ ખોરાક તથા ખરાબ પાણી તેમ જ અસ્થિર જીવન અને ગરમીને લીધે ઉત્પન્ન થયેલી અનિદ્રાને લીધે નુકસાનકારક સાબિત થયા. મારું શરીર હવે પીડાની પથારી પર પડેલા કંટાળાભરેલા બેજા જેવું બની ગયું.
મને વિચાર થવા માંડ્યો કે, હું સંપૂર્ણપણે ભાંગી પડતો કેટલાક વધારે વખત સુધી બચી શકીશ ? ઊઘના અભાવને લીધે
Page #406
--------------------------------------------------------------------------
________________
એક અદ્દભુત મુલાકાતે
૪૨૩.
મારી આંખ ભારે થઈ ગઈ. એ આખાય દેશના પ્રવાસ દરમિયાન અતિશય નિર્દય રીતે મારી પાછળ પડેલા એ અનિદ્રાના ભૂતને પીછો છોડાવવામાં મહિનાઓ સુધી મને સફળતા નહોતી મળી અને જેમના સમાગમમાં મારે આવવાનું થયેલું તે ચિત્રવિચિત્ર મનુષ્યો સાથે ભારે સાવધાનીથી વર્તવાની આવશ્યકતાએ મારા જ્ઞાનતંતુઓને એકદમ ખરાબ કરી દીધા હતા. ભારતના સાગરતટની વચ્ચેના ગુપ્ત અપરિચિત પ્રદેશમાં પ્રવાસ કરતી વખતે મનની સંભાળપૂર્વકની સ્વસ્થતા સાચવી રાખવાની તથા ટીકાત્મક બનવાની સાથેસાથે જે શુભ અને આદર્શ લાગે એને અપનાવવાની વૃત્તિ રાખવાની પણ આવશ્યકતા હતી. એને લીધે મારે ઘણે લાંબા અને ભારે પરિશ્રમ કરવો પડ્યો. સાચા સંતે તથા પિતાની અહંકારયુક્ત કલ્પનાઓને દૈવી જ્ઞાનમાં ખપાવવાની ભૂલ કરનારા મૂર્ખ વચ્ચેથી ધર્મપરાયણ આદર્શ યોગીઓ અને ફક્ત ચમત્કારે કરનારા ધૂર્તો વચ્ચેથી, જાદુઈ પ્રયોગ કરનારા દંભી સાધુઓ અને યોગમાર્ગના સાચા સાધકે વચ્ચેથી, મારે માર્ગ કેવી રીતે કરવો તે મારે શીખવાનું હતું. વળી મારા સંશોધનને મારે ઓછામાં ઓછા વખતમાં સિદ્ધ કે સંપૂર્ણ કરવાનાં હતાં. કારણકે એક જ શાધની પાછળ મારા જીવનનાં અનેક વરસે વિતાવવાનું મને પરવડી શકે તેમ નહોતું.
મારી શારીરિક અને માનસિક દશા ખરાબ હતી તે પણ, મારી આધ્યાત્મિક અવસ્થા થેડીક વધારે સારી હતી. મને નિષ્ફળતાની લાગણીઓ નિરાશ કર્યો. મને નોંધપાત્ર સિદ્ધિની પ્રાપ્તિ કરી ચૂકેલા અને સરસ ચારિત્ર્યવાળા તેમ જ બીજા કેટલાક આશ્ચર્યચકિત કરનારા પ્રયોગ કરનારા માણસોને મેળાપ થયો હતો, એ સાચું, પરંતુ કોઈને મળીને મારા અંતરાત્માને એવી પ્રત્યક્ષ પ્રતીતિ નહતી થઈ કે જેમની શેધમાં હું નીકળે છું એ આધ્યાત્મિક મહામાનવ આ છે. મારી બુદ્ધિવાદી પ્રકૃતિને પ્રભાવિત કરે અને જેમની સાથે હું શિષ્ય તરીકેના સંબંધથી રાજીખુશીથી જોડાઈ શકે
Page #407
--------------------------------------------------------------------------
________________
૪૨૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એવા ગુરુ મને નહોતા મળ્યા. ઉત્સાહી શિષ્યાએ પેાતપેાતાના ગુરુના વાડામાં મને ખેચી જવા માટે વ્ય પરિશ્રમ કરી જોયેલે. પરંતુ મને લાગ્યુ કે જેવી રીતે કાઈ યુવાન એના યૌવનસહજ શરૂઆતના સાહસથી પ્રેરાઈને પ્રેમનું છેવટનુ પગલું ભરી બેસે છે તેવી રીતે, એમને થયેલા આરંભના અનુભવેાથી એ બધા એટલા બધા લાગણીવશ બતી ગયા છે કે એથી આગળ કાંઈક છે કે કેમ તેની તપાસ કરવાના એમને વિચાર પણ નથી થયેા. વધુમાં, ખીજા માણુસના સિદ્ધાંતાના સંગ્રહસ્થાન કે ભંડાર બનવાની ઇચ્છા મને નહેાતી. હું એક જીવંત, સીધા, વ્યક્તિગત અનુભવની, અથવા કાઈ ખીજાના નહિ, પરંતુ સંપૂર્ણપણે મારા પેાતાના જ આત્મિક પ્રકાશની શેાધમાં હતા.
પરંતુ આખરે તે! હું મારી મહત્ત્વાકાંક્ષાઓને! ત્યાગ કરીને પૂર્વના દેશમાં પરિભ્રમણ કરતા એક નમ્ર અને બેજવાબદાર લેખક હતા. એવા મહાપુરુષના મેળાપની આશા હું કેવી રીતેરાખી શકું ? અને એને લાધે જ મારા હૃદયને હતાશાએ ઘેરી લીધું.
મારામાં ઊઠવાખેસવાની શક્તિ આવી ત્યારે મારી બાજુમાં રહેતા લશ્કરના કૅપ્ટન સાથે હું હૉટેલના ટેબલ પર બેઠા. એમણે બીમાર પત્નીની, એના માંગતિએ સાા થવાની, રજાને કાક્રમ રદ કર્યાંની, અને એવી બીજી હકીકતાવાળી લાંબી કથા કહી બતાવી. વાત પૂરી થયા પછી અમે બહારની ઓસરીમાં આવ્યા ત્યારે મોઢામાં લાંબી ચીટ રાખીને એમણે ગણગણાટ કર્યો : • જીવન—કાઈ રમત ? ’
· હા—કાઈક !' મેં સક્ષેપમાં સંમતિ આપી.
અર્ધા કલાક બાદ હું હોબી રાડ પર દોડતી ટૅક્સીમાં હતા. અમે ઊંચી, ચાક જેવા બહારના ભાગના દેખાવવાળી, શિપિંગ કંપનીની ઑફિસેાની બહાર ટૅસી ઊભી રાખી. મે મારી ટિકિટની રકમ ચૂકવી દીધી. એ વખતે મને લાગ્યું કે ભારતને છેડવાના આકસ્મિક નિર્ણય કરવા સિવાય મારી પાસે બીજો કાઈ વિકલ્પ જ નથી.
Page #408
--------------------------------------------------------------------------
________________
એક અદ્ભુત મુલાકાત
૪૨૫
મુંબઈમાં નીરસ દેખાતાં ગંદાં ઘરે, મેલી દુકાનો, સુરોભિત સુંદર ભવના અને સુસજ્જ દેખાતા ઍક્િસબ્લોકાને ગમગીન નજરે જોતાજોતા મારા દુઃખદ ચિંતનને ચાલુ રાખવા હું મારી હૉટેલના ખંડમાં પાછા ફર્યા.
સાંજ પડી ગઈ. હોટેલના નેકરે ટેબલ પર સ્વાદિષ્ટ કઢી મૂકી, પરંતુ મને ભાજન કરવાનું મન ન થયું. મેં બરફવાળાં બેત્રણ ઠંડાં પીણાં પીધાં, અને પછી હું ટૅસી કરીને શહેરમાં ચાલી નીકળ્યા. ટૅક્સીમાંથી બહાર નીકળીને મેં રસ્તા પર ધીમે પગલે ચાલવા માંડયું. આખરે ભારતનાં શહેરને મળેલી પશ્ચિમની ભેટ જેવા એક મેટા, ભપકાદાર સિનેમાથિયેટર આગળ આવીને ઊભે રહ્યો. એના ઝગઝગાટ કરતા પ્રવેશદ્વાર પાસે થાડી વાર ઊભા રહીને મેં એનાં દૈદીપ્યમાન રંગીન પાસ્ટા જોવા માંડયાં.
હું સિનેમાના સદાને શેાખીન હેાવાથી, એ રાતે એ પાસ્ટોએ મારી આંખને આનંદ આપ્યા. દુનિયાભરના કાઈ પણ શહેરના સિનેમામાં, રૂપિયા અથવા એના ખરાબરના મૂલ્યના બદલામાં હું એક ગાલીચાવાળી સુવાળી બેઠક મેળવી શકું તેમ હતા. એટલે મને કદી પણ એકલવાયું લાગશે એવું માનવાનું કારણ નહેાતું.
મેં થિયેટરમાં મારી બેઠક લીધી, અને અમેરિકન જીવનના અનિવાર્ય અશાનાં તૈયાર કરેલાં દશ્યાને સફેદ પડદા પર છાયારૂપ પડતાં જોવાનું શરૂ કર્યું.. પડદા પર આલીશાન ઇમારતના એરડાએમાં ફરતાં મૂર્ખ પત્ની અને અવિશ્વાસુ પતિ ફરી પાછાં દૃષ્ટિગાચર થયાં. એમના પર મારુ ધ્યાન કેન્દ્રિત કરવાનો મે' પ્રયાસ કર્યા, છતાં મારું મન વધારે ને વધારે કટાળતું ગયું. મારા આશ્ચર્યની વચ્ચે મને માલૂમ પડ્યું કે સિનેમા જોવાને જૂના ઉત્સાહ મને અચાનક છેડી ગયા છે. મનુષ્યની લાગણીઓની, કરુણતાની ને હાસ્યરસની વાતા મને નવાઈ ભરેલી લાગે છે તેાપણુ, મારા અંતરને ઉદાસ નથી કરી શકતી અથવા મારા હૈયાને હસાવીય નથી શકતી,
Page #409
--------------------------------------------------------------------------
________________
४२६
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ખેલ અડધે પૂરે થયે ત્યારે પડદા પરની આકૃતિઓ પ્રાણહીન બનીને એકદમ અયથાર્થ બની ગઈ. મારું ધ્યાન એકદમ ઉપરછલ્લુ બનવા માંડયું, અને મારી રહસ્યમય શોધની આજુબાજુ મારા બધા જ વિચારે ફરી વળ્યા. મને એકાએક સમજાયું કે હું પરમાત્મા વગરનો પ્રવાસી થયે છું, અને મનને શાંતિ આપી શકે એવા સ્થાનની શોધમાં એક શહેરથી બીજા શહેરમાં ને એક ગામથી બીજા ગામમાં ભટકી રહ્યો છું, પરંતુ એવું એકે સ્થાન નથી મળતું. મારા પિતાના દેશ અને કાળના લોકે કરતાં જેનો વિચારપ્રવાહ વધારે ઊંડે અને આગળ હોય એવા આધ્યાત્મિક મહામાનવનાં લક્ષણોની ઝાંખી કરવાની આશાથી પ્રેરાઈને અનેક મનુષ્યની મુખાકૃતિ તરફ મેં કેવી રીતે મીટ માંડી ! અને મને સંતોષી શકે એવા રહસ્યમય ઉત્તરનો પડઘો પાડતી આંખની ઝાંખી કરવા માટે બીજા માણસોની કાળી ચળકતી આંખમાં પણ મેં કેવી રીતે જોયા કરેલું ?
મારા મગજમાં લાગણની એક પ્રકારની ખાસ કટોકટી ઊભી થઈ, અને મારી આજુબાજુનું વાતાવરણ અને વીજળીનાં શક્તિશાળી પરમાણુઓથી ભરાયેલું લાગવા માંડયું. મને જણાવ્યું કે મારી અંદર કાઈક અત્યંત નોંધપાત્ર, શક્તિશાળી માનસિક પરિવર્તન થવા માંડ્યું છે. એટલામાં તે મારું ધ્યાન એકાએક નીકળી પડેલા એક માનસિક અવાજ પ્રત્યે દોરાયું. એણે મને સાંભળવાની ફરજ પાડી. હું મંત્રમુગ્ધ બની ગયો. એણે મને તિરસ્કારપૂર્વક કહેવા માંડયું?
“જીવન પોતે પણ એક સિનેમાના ખેલ કરતાં વધારે કશું જ નથી. એ ખેલમાં પારણુથી માંડીને કબર સુધીના બનાવો પ્રકટ થતા જાય છે. વીતી ગયેલા પ્રસંગે હવે ક્યાં છે – તેમને તમે પકડી શકે છે? જે પ્રસંગે હજુ આવવાના છે તે કયાં છે – તેમને તમે સમજી શકે છે ? જે સત્ય છે, શાશ્વત છે, અને સનાતને છે, તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાને બદલે સામાન્ય રીતે અસ્તિત્વ ધરાવતી દુનિયા કરતાંય વધારે છેતરનારી સંપૂર્ણપણે કાલ્પનિક
Page #410
--------------------------------------------------------------------------
________________
એક અદ્ભુત મુલાકાત
૪૨૭
કથામાં આ મહાન ભ્રમણાની અંદરની એક ભ્રમણામાં, ભાગ લઈને તમારો વખત બરબાદ કરી રહ્યા છે.”
એ અવાજને પરિણામે, મારી સામે ચાલી રહેલી માનવની પ્રીતિ અને કરુણતાની ફિલ્મમાંથી રસના છેલા અંશને પણ હું ખોઈ બેઠો. મારી બેઠક પર વધારે વખત બેસવાનું હવે ફારસરૂપ થઈ પડશે એમ સમજીને હું ઊભો થયો ને થિયેટરની બહાર ચાલી નીકળે.
પૂર્વના દેશોમાં માનવજીવનની તદ્દન નજીક દેખાતા સુંદર ચંદ્રની નીચેથી પસાર થતો હું રસ્તા પર મંદ ગતિએ અને કઈ પણ પ્રકારના પ્રયજન વિના પરિભ્રમણ કરવા માંડયો. રસ્તાના ખૂણામાં એક ભિખારી મારી પાસે આવી પહોંચ્યો. એણે અસ્પષ્ટ શબ્દમાં સૌથી પહેલાં કંઈક કહેવા માંડયું. એટલે મેં એના ચહેરા તરફ તાકીને જોવા માંડયું. હું ભયથી પાછો ખસી ગયે, કારણકે કેાઈ ભયંકર રોગને લીધે એના ચહેરાની ચામડી હાડકાં સાથે થીંગડાની પેઠે ચોંટી ગઈ હતી, અને એને પરિણામે એ એકદમ કુરૂપ દેખાતો હતો. પરંતુ જીવનના શિકાર બનેલા એ સાથી પ્રત્યેને મારે કંટાળે થેડી જ વારમાં દૂર થયે. એને બદલે મારા દિલમાં ઊંડી દયા પેદા થઈ, અને મારી પાસે જેટલા છૂટા પૈસા હતા તે બધા જ એણે મારી તરફ ફેલાવેલા એના હાથમાં મેં મૂકી દીધા.
હું બેક બેના દરિયાકિનારે જઈ પહોંચ્યો, અને ત્યાં રોજ રાતે ફરવા આવતા જુદીજુદી જાતિના લેકના પચરંગી ટોળાથી બચવા માટે એક એકાંત જગ્યામાં બેસી ગયા. શહેરને સુંદર ચંદરવા જેવા તારામંડળનું નિરીક્ષણ કરતી વખતે મને ભાન થયું કે મારા જીવનમાં હું અણધાર્યા કટોકટીના તબક્કાએ પહોંચી ચૂક્યો છું.
મારી સ્ટીમર થોડાક દિવસમાં યુરેપને માર્ગે ચાલી નીકળશે અને અરબી સમુદ્રનાં વાદળી–નીલરંગી પાણીમાંથી આગળ વધશે. સ્ટીમર પર એક વાર હું તત્વજ્ઞાનને છેલ્લી સલામ ભરી લઈશ તથા
Page #411
--------------------------------------------------------------------------
________________
૪૨૮ ભારતના આધ્યાત્મિક રહસ્યની ખાજમાં વિસ્કૃતિના સાગરમાં પૂર્વના દેશની મારી શોધની ભાવનાને ઉછાળીને ફેકી દઈશ. મારી કલ્પના મુજબના મહામાનવની શેધ માટે આપ પડતો વખતન, વિચારને, શક્તિને ને ધનને ભોગ હવે વધારે વખત નહિ આપુ.
પરંતુ પેલે અટલ માનસિક અવાજ મને ફરી પરેશાન કરવા માંડયો.
“મૂર્ખ !” એણે મારા પર ધિકકારપૂર્વક પ્રહાર કરતાં કહેવા માંડયું: “વરસોની શોધખોળ અને આકાંક્ષાનું પરિણામ આવી રીતે શૂન્યમાં જ આવવાનું છે ? તમે બીજા મનુષ્યોના પંથે જ પ્રયાણ કરશે, જે શીખ્યા છે તે બધું જ ભૂલી જશે, અને તમારી ઉત્તમ લાગણીઓને મિથ્યાભિમાન ને વિષયવાસનાના વેગમાં વહાવી દેશે ? પરંતુ ધ્યાન રાખે ! જીવનની તમારી ઉમેદવારી દરમિયાન તમને ભયંકર પુરુષોનો મેળાપ થયે છે : અનંત વિચારધારાએ આત્માની ઉપરના આવરણને ગાઢ કર્યું છે : સતત પ્રવૃત્તિઓ તમને પોતાની ચાબુકથી ફટકાર્યા છે : અને આ ધ્યામિક એકલતાએ તમારા આત્માને બીજાથી જુદો પાડી દીધો છે; જીવનની ઉમેદવારીના એ કરારનાં પરિણામે માંથી તમે છૂટી શકે તેમ છો? બિલકુલ નહિ, કારણકે એણે તમારા પગને અદષ્ટ સાંકળથી બાંધી દીધા છે !”
મારી અંદર જુદાજુદા ભાવ પેદા થવા માંડ્યા. એ ભાવોને અનુભવ કરતાં હું આકાશમાં છવાયેલા વિશાળ તારામંડળ તરફ તાકી રહ્યો. મને મળેલી નિષ્ફળતાને લીધે હું તદ્દન અસહાય બની ગયો છું એવી વકીલાત કરતાં, એ નિર્દય માનસિક અવાજની સામે મેં મારી જાતના બચાવને પ્રયાસ કરવા માંડ્યો.
અવાજે ઉત્તર આપ્યો:
તમે ભારતમાં જે માણસોને મળ્યા તેમનામાંથી તમે જેને શોધી રહ્યા છે તે કઈ જ ગુરુ નથી થઈ શકે તેમ, તેની તમને ખાતરી છે ?”
મારા મનની આંખ આગળથી મુખાકૃતિઓની લાંબી પરંપરા પસાર થઈ. તેજ મિજાજની ઉત્તરની મુખાકૃતિઓ, સંતોષી દક્ષિણની
Page #412
--------------------------------------------------------------------------
________________
એક અદ્ભુત મુલાકાત
૪ર૯ મુખાકૃતિઓ, વિક્ષિપ્ત લાગણીવશ પૂર્વની અને શાંત સુદઢ પશ્ચિમની મરાઠી મુખાકૃતિઓ મિત્રતાભરી, મૂર્ખ, ડહાપણવાળી, નુકસાનકારક, દુષ્ટ અને ગહન મુખાકૃતિઓ.
એ સરઘસાકારે દેખાતી મુખાકૃતિઓમાંથી એક મુખાકૃતિ જુદી પડી ને મારી આગળ દઢતાપૂર્વક ઊભી રહી. એની આંખ મારી આંખમાં શાંતિથી તાકવા લાગી. એ શાંત, અલૌકિક ચહેરે દક્ષિણમાં અરુણાચલના પર્વત પર જીવન પસાર કરી ચૂકેલા સંત શ્રી રમણ મહર્ષિને હતો. હું એમને કદી પણ ભૂલી ગયો નહોતો. ખરું કહું ત, મહર્ષિને ભાવભર્યો વિચાર થોડાક વખત માટે પણ, અવારનવાર ઉત્પન્ન થયા કરતો, પરંતુ મારા અનુભવો એટલા બધા ઝડપી ગતિએ થઈ રહ્યા હતા, પ્રસંગે અને મનુષ્યોને સંસર્ગ એટલો બધો ત્વરિત હતો, અને મારી શોધ દરમિયાન એવા આકસ્મિક ફેરફાર થયા. કરતા કે એ બધાને લીધે એમની સાથેના ટૂંકા સંસર્ગ દરમિયાન મારા પર પડેલી અસરો ઢંકાઈ ગઈ હતી.
છતાં હવે મને સમજાયું કે મારા જીવનમાંથી એ, અંધારા આકાશમાંથી પોતાને એકાકી પ્રકાશ લઈને પસાર થતા અને વિલીન બનતા તારાની પેઠે પસાર થયા છે, મારી અંદરના પ્રશ્નકર્તાના પ્રશ્નના ઉત્તરરૂપે મારે કબૂલ કરવું પડયું કે પૂર્વ કે પશ્ચિમમાં ગમે ત્યાં મને આજ સુધી મળેલા કોઈ પણ માણસ કરતાં એમણે મારા પર વધારે પ્રભાવ પાડ્યો છે. પરંતુ એ અત્યંત અલગ લાગેલા, અંગ્રેજી મનાવૃત્તિની પહાંચથી પર જણાયેલા, અને હું એમને શિષ્ય થય કે ન થયો એ હકીકત પ્રત્યે તદ્દન બેપરવા રહેલા.
એ શાંત અવાજે હવે મને જોરથી ઘેરી લીધે.
“એ બેપરવા હતા એવું તમે ચેકકસપણે કેવી રીતે કહી શકે ? તમે લાંબે વખત રહેવાને બદલે ઉતાવળ કરીને ચાલી નીકળેલા.”
ખરું છે.” મેં મંદ સ્વરે કબૂલ કર્યું: “મારે મારા પિતાના હાથે લાદેલા કાર્યક્રમ પ્રમાણે ચાલવાનું હતું. મારાથી બીજું શું થાત ?'
Page #413
--------------------------------------------------------------------------
________________
૪૩૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
“હવે તમે એક કામ કરી શકે છે. એમની પાસે પાછા જાઓ.” “એમની પાસે જવાનું મારી જાતને દબાણ કેવી રીતે કરું ?”
તમારી વ્યક્તિગત લાગણીઓ કરતાં આ શોધની સફળતાનું મહત્ત્વ વધારે છે. મહર્ષિ પાસે પાછા જાઓ.”
એ ભારતના બીજા છેડા પર છે અને હું એટલો બધો બીમાર છું કે મારા પર્યટનને પ્રારંભ ફરીથી કરી શકું તેમ નથી.”
એથી શું થયું ? ગુરુની ઈચ્છા હોય તો તમારે તેની કિંમત ચૂકવવી જોઈએ.
“મારે અત્યારે ગુરુની જરૂર છે કે કેમ એની મને શંકા છે. કેમ કે હું એટલો બધો થાકેલો છું કે કેઈ વસ્તુની ઈચ્છા મને થતી જ નથી. ગમે તેમ, મેં સ્ટીમરની જગા નોંધાવી છે એટલે ત્રણ દિવસમાં મારે સફર કરવી જ જોઈએ. કાર્યક્રમ બદલવાનું ઘણું મોડું થઈ ગયું છે.”
અવાજે મારો તિરસ્કાર કરતાં ને મારી હાંસી ઉડાવતાં કહેવા માંડયું :
ઘણું મોડું ? વાહ! તમારી મૂલ્યાંકન કરનારી બુદ્ધિને શું થયું? એ બુદ્ધિ ક્યાં ગઈ? તમે કબૂલ કરે છે કે મહર્ષિ તમને આજ સુધી મળેલા સૌથી વધારે અલૌકિક પુરુષ છે. તો પણ તેમને જાણવાને પૂરે પ્રયત્ન કરતા પહેલાં જ તમે તેમની પાસેથી દૂર નાસી જવા માગે છે. એમની પાસે પહોંચી જાઓ.”
મેં મારી ઉદાસીનતા તથા હઠ પકડી રાખી. મગજમાંથી ઉત્તર મળવા માંડ્યો કે “હા”, પરંતુ લેહી “ના” કહેવા લાગ્યું.
અવાજે મને ફરી આગ્રહ કર્યો :
તમારી યોજનાઓને ફરી બદલી નાખે. તમારે મહર્ષિ પાસે પાછા જવું જ પડશે.”
એટલામાં તો મારા અંતરના ઊંડાણમાંથી કઇંક ઊછળી આવ્યું અને એ ગૂઢ અવર્ણનીય અવાજના આદેશને તરત જ માંન્યા રાખવાની માગણી કરવા લાગ્યું. એણે મારા પર અધિકાર જમાવી દીધો અને મારા તયુક્ત વિરોધોને તેમ જ મારી કાયાના વાંધાઓને
Page #414
--------------------------------------------------------------------------
________________
એક અદ્દભુત મુલાકાત
૪૩૧
એવા તો બળજબરીપૂર્વક જીતી લીધા કે એના હાથમાં હું એક બાળક જેવો બની રહ્યો. મને મહર્ષિ પાસે તત્કાળ પાછા ફરવાનું કહેતી મારા પર અધિકાર જમાવી બેઠેલી એ શક્તિના અનુભવ દરમિયાન એમની અનેરી, સંદેશા પાઠવતી, અત્યંત પ્રતાપી, શક્તિશાળી, આંખને અજબ રીતે જોયા કરી.
એ આંતરિક અવાજની આગળ મેં વધારે દલીલે કરવાનું મોકૂફ રાખ્યું, કારણકે મને સમજાઈ ગયું કે હું એની પાસે લાચાર છું. મને થયું કે હું મહર્ષિને મળવા માટે અત્યારે જ નીકળી પડું, અને જો એ સંમતિ આપે તો એમને મારા સંરક્ષક તરીકે સ્વીકારી લઉં. મારા જીવનના રથને એ તેજસ્વી તારા તરફ દેડાવી દઉં. પાસે નખાઈ ગયો. મને સમજાયું નહિ કે એ શક્તિ કઈ છે છતાં કઈક શક્તિએ મારા પર વિજય પ્રાપ્ત કરી લીધા.
હોટેલમાં પાછા ફરીને મેં કપાળ ધોઈ નાખ્યું ને સહેજ ગરમ ચા પીધી. એ ચાના પ્યાલાના ઘૂંટડા પીતી વખતે મને લાગ્યું કે હું બદલાઈ ગયો છું. મને સારી પેઠે સમજાયું કે અધમતા અને શંકાને ભારેખમ ભાર મારા ખભા પરથી ઊતરી રહ્યો છે.
બીજે દિવસે સવારે હું નાસ્તો કરવા નીચે આવ્યો ત્યારે મને જણાયું કે મુંબઈ પાછો આવ્યો તે પછી આજે હું પહેલી જ વાર સ્મિત કરી રહ્યો છું. સફેદ જાકીટ, સોનેરી કમરબંધ ને સફેદ સુરવાલથી સુશોભિત, ઊંચા, દાઢીવાળા શીખ નેકરે મારી ખુરસી પાછળ અદબ વાળીને ઊભા રહેતાં મારા મિતના પ્રત્યુત્તર રૂપે સ્મિત કર્યું. પછી એણે કહ્યું :
સાહેબ, તમારો એક કાગળ છે.”
મેં પરબીડિયું જોવા માંડયું: એનું સરનામું બે વાર બદલવામાં આવેલું હતું અને એ મારી પાછળ એકથી બીજા સ્થળમાં ફરતું રહ્યું હતું. ખુરસી પર બેસીને એ ફાડીને ખોલી જોયું.
મારા આનંદ અને આશ્ચર્ય વચ્ચે મેં જોયું કે એ કાગળ અરુણાચલ પર્વતની તળેટીના આશ્રમમાં લખાયેલો છે. એના લખ
Page #415
--------------------------------------------------------------------------
________________
૪૩૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
નારા એક વખતના એક નામાંકિત આગળપડતા કા કર્તા તેમ જ મદ્રાસ ધારાસભાના સભ્ય હતા. ઘરમાં કરુણ મૃત્યુ થવાથી દુન્યવી કામકાજમાંથી નિવૃત્ત થઈને એ મહર્ષિના શિષ્ય બનેલા, અને એમની અવારનવાર મુલાકાત લેતા. હું એમને મળેલા અને તે પછીથી અમારી વચ્ચે અનિયમિત પત્રવ્યવહાર ચાલ્યા કરતા.
કાગળ ઉત્સાહપ્રેરક વિચારોથી ભરેલા હતા. હું ફરી વાર આશ્રમની મુલાકાત લઉં તે! મારું સ્વાગત કરવામાં આવશે એવી સૂચના એમાં સમાયેલી હતી. એ પત્ર મેં પૂરાપૂરા વાંચી લીવો એટલે બીજા બધાં વાકચોની અસરને ભૂંસી નાખતું એક વાકચ મારા સ્મૃતિપટ પર ઝળકી ઊઠયું.
સાચા ગુરુને મળવાનું સદ્ભાગ્ય તમને સાંપડી ચૂકયુ છે.’ એ વાકચ એવી રીતે આગળ ચાલ્યુ.
:
કાગળને મેં મહર્ષિ પાસે જવાના મારા અભિનવ નિર્ણયના સાનુકૂળ શુકન જેવા માની લીધો. નાસ્તા પતાવીને હું વહાણવટાની ઍક્સે હંકારી ગયા, અને મેં ખબર આપી હું સ નથી
કરવાનો.
ઘેાડા જ વખતમાં મે‘ મુંબઈને વિદાય વખતના રામરામ કર્યા અને મારી નવી યાજનાના અમલ કર્યા. મેં ડેક્કનના સપાટ, નીરસ પ્રદેશના સે'કડા માઈલ એળગી લીધા. એના લાંબા વિસ્તારમાં એકાકી વાંસનાં ઝાડ જ ઊછેરેલાં જોઈ શકાયાં. પેાતાનાં પાંદડાંવાળાં માથાવાળાં એ વાંસનાં ઝાડ આખાય દૃશ્યને અવનવું બનાવતાં હતાં. આછા ધાસ અને કવચિત્ જોવા મળતાં ઝાડવાળી ઉજ્જડ જમીન પરથી આગળ વધતી ટ્રેન મારે માટે પૂરતી ઝડપથી નહેાતી દોડતી. પાટા ઉપર એ આંચકા ખાતી દાડયે જતી ત્યારે મને લાગતું કે હું એક ઉત્તમ અવસર તરફ આત્મિક પ્રકાશની અને આજ સુધીમાં મારા સંસમાં આવેલી વ્યક્તિઓમાંની સૌથી વધારે રહસ્યમય વ્યક્તિની દિશામાં દેાડી રહ્યો છું. મારા ડબાની બંધ બારી ઉઘાડીને બહાર નજર નાખતા ત્યારે એક ઋષિને અથવા આધ્યાત્મિક
Page #416
--------------------------------------------------------------------------
________________
એક અદ્ભુત મુલાકાત
મહામાનવને રોાધી કાઢવાની મારી સુષુપ્ત આશાએ ફરી એક વાર જાગી ને સળવળી ઊઠતી.
ખીજે દિવસે હજારથી વધારે માઈલની મુસાફરી કર્યા પછી અમે ઘેાડીક લાલ પર્વતમાળાવાળા દક્ષિણના આનંદદાયક પ્રદેશમાં પ્રવેશવાના પ્રારભ કર્યો, ત્યારે મને અનેરા સુખને અનુભવ થયા. અને એ ગરમ સપાટ પ્રદેશથી આગળ વધ્યા ત્યારે અનુભવાયેલી મદ્રાસ શહેરની ભેજવાળી, સમુદ્રનો લહરીવાળી ગરમી ખરેખર આવકારદાયક લાગી, કારણકે એના અર્થ એવા થયા કે મારી મેાટા ભાગની મુસાફરી પૂરી થઈ.
૪૩૩
સાઉથ મરાઠા કપનીના એ છેલ્લા સ્ટેશનમાંથી બહાર નીકળીને સાઉથ ઇન્ડિયન રેલવેમાં ખેસવા માટે મારે એ છૂટાછવાયા શહેરમાંથી આગળ વધવું પડયું. મને તપાસ કરવાથી ખબર પડી કે ગાડીને ઊપડવાને ઘેાડા કલાકની વાર છે, એટલે એટલા સમયના ઉપયાગ કરીને મેં કેટલીક જરૂરી ખરીદી કરી તથા દક્ષિણ ભારતીય ધાર્મિક વડા પરમપૂજ્ય શ્રી શ'કરાચાય સાથે મારી ઓળખાણ કરાવનાર ભારતીય લેખક સાથે ઉતાવળે વાતચીત કરી લીધી.
"
એમણે મને અત્યંત પ્રેમપૂર્વક આવકાર આપ્યા, અને મેં જ્યારે એમને જણાવ્યું કે હું મહર્ષિ પાસે જઈ રહ્યો છું ત્યારે એમણે ઉદ્ગાર કાવ્યા :
તમારી વાત સાંભળીને મને નવાઈ નથી લાગતી. મે' એવું ધાર્યું જ હતું.'
હું ચકિત થયા, છતાં તેમને પૂછવા માંડત્રો : તમે એવું કેમ ખાલે છે ? ’
,
એમણે સ્મિત કર્યુ.
.
મારા મિત્ર, ચિંગલપટ શહેરમાંથી આપણે શકરાચાય પાસેથી કેવી રીતે છૂટા પડેલા તે તમને યાદ નથી આવતું? આપણે છૂટા પડવા તેના થાડાક વખત પહેલાં એમણે મારા કાનમાં આગળના ઓરડામાં કશુંક કહેલું તે તમે નાતુ' જોયુ ? ’
Page #417
--------------------------------------------------------------------------
________________
૪૩૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
હા. હવે તમે મને યાદ કરાવ્યું એટલે મને પણ એ બરાબર યાદ આવે છે.” - લેખકના પાતળા, સંસ્કારી વદન પર હજુ પણ સ્મિત ફરકી રહ્યું હતું.
“શંકરાચાર્યે મને જે કહેલું તે આ પ્રમાણે છે: “તમારા મિત્ર ભારતમાં ચારે તરફ પ્રવાસ કરશે. એ અનેકગીઓને મળશે અને અનેક સદુપદેશકાને સાંભળશે. પરંતુ આખરે એમને મહર્ષિ પાસે પાછા ફરવું પડશે. એમને માટે મહર્ષિ એકલા જ સાચા ગુરુ છે.”
મારા પુનરાગમન વખતે મને સાંભળવા મળેલા એ શબ્દોએ મને ખૂબ જ પ્રભાવિત કર્યો. એ શબ્દોએ શંકરાચાર્યના ભવિષ્ય ભાખવાના સામર્થ્યને પ્રકટ કર્યું, અને વધુમાં, હું સાચો રાહ અપનાવી રહ્યો છું એ હકીકતને એનાથી એક પ્રકારનું સમર્થન મળ્યું.
મારા ગ્રહોએ મારા પર લાદેલાં પરિભ્રમણ કેટલાં બધાં વિચિત્ર અથવા અને ખાં હતાં ?
Page #418
--------------------------------------------------------------------------
________________
૧૬ અરણ્યના આશ્રમમાં
કેટલીક અવિસ્મરણીય ક્ષણા આપણા જીવનના પચાંગમાં સાનેરી અક્ષરે અંકિત થાય છે. મેં મહર્ષિના હાલમાં પ્રવેશ કર્યા ત્યારે, એ વખતે મારા જીવનમાં એવી જ ક્ષણુ આવી પહેાંચી.
મહર્ષિ રાજની જેમ એમના કાચના મધ્યભાગ પર બિછાવેલા ભવ્ય ને સુંદર વ્યાઘ્રચર્મ પર બેઠેલા. હાલમાં બધે જ ચિત્તાક ક ઉત્તેજક ધૂપની ખુશા ફેલાવતી અગરબત્તીએ એમની પાસેના એક નાના ટેબલ પર સળગી રહેલી હતી. મેં એમની પહેલી વાર મુલાકાત લીધી ત્યારે એ અનેરા અવસર પર આત્માના ઊંડાણમાં વિલીન થઈને સમાધિદશામાં ડૂબી જઈને એ મનુષ્યાથી દૂરના પ્રદેશમાં પહેાંચી ગયેલા. પરંતુ આજે એમની દશા એવી ન દેખાઈ. એમની આંખ આ દુનિયાદન કરતી સ્પષ્ટ રીતે ઉધાડી હતી. મેં એમને પ્રણામ કર્યાં એટલે એમણે મારા પર સમજપૂર્વક દષ્ટિપાત કર્યા, અને એમના મુખ પર મારા સત્કારનુ` માયાળુ સ્મિત ફરી વળ્યું.
ઘેાડા શિષ્યા એમના ગુરુથી ઘેાડા સન્માનસૂચક અંતરે જમીન પર બેઠા હતા. એ સિવાય વિશાળ હોલ ખાલી હતેા. એક શિષ્ય પખા ખેચતા હતા. ભારે હવામાંથી એ પખા ભારે સુસ્તી સાથે ધીમેધીમે કર્યા કરતા.
મારા હૃદયમાં એ ભાવ કાયમ હતા કે હું એક શિષ્ય તરીકેનું સ્થાન ગ્રહણ કરવાની ક્ચ્છાથી આવ્યા છું અને મહર્ષિના નિય
Page #419
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
નહિ સાંભળું ત્યાં સુધી મારા મનને શાંતિ નહિ મળે. મારે સ્વીકાર થશે જ એવી મોટી આશા સાથે હું જીવતે એ સાચું હતું. કારણ કે મને મુંબઈથી બહાર ધકેલીને આ સ્થાનમાં મોકલનારી શક્તિ કોઈ સાધારણ નહોતી. એ તો આત્માના અસામાન્ય પ્રદેશમાંથી મળેલ નિશ્ચિત અને પ્રમાણભૂત હુકમ અથવા અલૌકિક આદેશ હતો. મેં મહર્ષિની આગળ સંક્ષેપમાં મારી પરિસ્થિતિનું શરૂઆતનું સ્પષ્ટીકરણ કરી દીધું, અને પછી ટૂંકમાં છતાં હિંમત પૂર્વક એમને વિનતિ કરી.
એ મારી તરફ હસતા રહ્યા, પરંતુ કશું બોલ્યા નહિ. મેં મારા પ્રશ્નનું ભારપૂર્વક પુનરુચ્ચારણ કર્યું.
ફરી લાંબા વખત સુધી નીરવતા રહી. પરંતુ આખરે એમણે ઉત્તર આપ્યો ખરો. એમણે દુભાષિયાની મદદ લેવાની ના પાડી અને પોતાના વિચારો અંગ્રેજીમાં સીધા જ વ્યક્ત કરવા માંડ્યા.
ગુરુઓ અને શિષ્યોની આવી બધી વાતો શા માટે થઈ રહી છે? એ બધા ભેદભાવો તે શિષ્યના દષ્ટિબિંદુને લીધે અસ્તિત્વ ધરાવે છે. જેણે આત્મસાક્ષાત્કાર કરી લીધો છે તેને માટે ગુરુ કે શિષ્ય જેવું કશું જ નથી રહેતું. એ પુરુષ તે સઘળા લેકને સમદષ્ટિથી જતો હોય છે.'
મારે શરૂઆતમાં જ અગીકાર કરવામાં આવ્યો એવું થોડુંક લાગ્યું તો ખરું જ. મેં બીજી રીતે એની એ વિનતિ કરી જોઈ, છતાં મહર્ષિએ એ મુદ્દા પર નમતું ન આપ્યું. પરંતુ છેલ્લે છેલ્લે એ બોલ્યા:
ગુરુનું દર્શન તમારે અંદર, તમારા પોતાના અંતરાત્મામાં કરવું જોઈએ. પોતાના શરીરને એ જેવી દષ્ટિથી જુએ છે તેવી જ દષ્ટિથી તમારે એમના શરીરને જવું જોઈએ. શરીર એમનું સાચું
સ્વરૂપ નથી.” | મારા વિચારોની પરંપરામાંથી મને જાણે કેઈક કહેવા માંડયું કે મહર્ષિ મારી માગણીને હકારાત્મક ભાષામાં સીધેસીધી મંજૂર કરવા તૈયાર નહિ થાય, અને એને ઉત્તર મારે કોઈ બીજી રીતે
Page #420
--------------------------------------------------------------------------
________________
અરણ્યના આશ્રમમાં
૪૩૭
મેળવી લેવું પડશે. એ રીત એમની સૂચના પ્રમાણેની સૂક્ષ્મ, ગહન અને અજ્ઞાત રીત જ હશે એમાં શંકા નથી. એથી મેં એ વિષય છોડી દીધો, અને અમે મારી મુલાકાતની બહારની ને ભૌતિક બાજુ વિશે વાત કરવા લાગ્યા.
બપોર પછીને વખત મેં લાંબા નિવાસ માટેની કેટલીક વ્યવસ્થા કરવામાં પસાર કર્યો.
પછીનાં અઠવાડિયા દરમિયાન હું અજાણ્ય, આદત વગરનું જીવન જીવવા લાગ્યો. મારા દિવસે મહર્ષિના હોલમાં પસાર થવા માંડ્યા. ત્યાં બેસીને મહર્ષિના જ્ઞાનના છૂટાછવાયા અંશોને અને મારા પુછાયેલા પ્રશ્નોના ઉત્તરના સંક્ષિપ્ત સૂચનેને હું ગ્રહણ કરતો. ઉતાવળે બાંધેલી ઝૂંપડીની કાચી જમીન પર બિછાવેલા કામળા પર હું શરીરને લંબાવતો, એ રીતે મારી રાત્રીઓ પહેલાંની પેઠે ભયંકર વ્યથાજનક અનિદ્રામાં જ વ્યતીત થઈ જતી.
એ સાધારણ આશ્રયસ્થાન આશ્રમથી આશરે ત્રણ ફીટ દૂર હતું. એની જાડી દીવાલ પર માટી પાતળો લેપ કરેલે, પરંતુ ચોમાસાના વરસાદ સામે ટકી રહેવા માટે છાપરાને નળિયાંથી મજબૂત રીતે તૈયાર કરવામાં આવેલું હતું. એની આજુબાજુનું મેદાન કાંઈક અંશે ઘીચ રીતે ઊગેલાં ઝાડપાનથી ભરેલું હતું. પશ્ચિમ તરફ વિસ્તરેલું જંગલ ખરેખર ત્યાંથી શરૂ થતું. એ અવ્યવસ્થિત પ્રદેશમાં પ્રકૃતિ પિતાના અસભ્ય, જંગલી વૈભવ સાથે જોવા મળતી. થોરની વાડે આજુબાજુ પુષ્કળ પ્રમાણમાં અને અનિયમિત રીતે પથરાયેલી હતી. એમની કાંટાવાળા કરોને જોઈને જાડી સોની
સ્મૃતિ થઈ આવતી. એમની પાછળના જંગલની જમીન પર નાનાનાના છોડવા અને નીચાં વામન જેવાં વૃક્ષોને પડદો પડી ગયેલ. ઉત્તર તરફ ધાતુના રંગની છાંટવાળી શિલાઓ અને ઘઉંવરણી ધરતીના સમૂહ જેવા પર્વતને ફિકો આકાર દેખાતે. દક્ષિણ તરફ એક મોટું - ભા. આ. ૨. ખે, ૨૮
Page #421
--------------------------------------------------------------------------
________________
४७८
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
જળાશય હતું. એના પ્રસન્ન પાણીએ મને ત્યાં જવા માટે આકર્ષે છે. એના કિનારા પર વૃક્ષોના સમૂહની પંક્તિઓ હતી. એ વૃક્ષો પર રાખેડી ને રતૂમડા અથવા બદામી રંગના વાનરે આશ્રય લેતા.
દરેક દિવસ એના આગલા દિવસની નકલ જેવો હતો. સવારે વહેલો ઊઠીને હું જગલમાં પ્રકટતા પરોઢનું નિરીક્ષણ કરતો. રાખડી રંગનું પરોઢ લીલે રંગ ધારણ કરતું અને પછી સેનેરી બનતું. પછીથી હું જળાશયમાં ડૂબકી મારતો અને ઉપર ને નીચે ઝડપથી તરતો રહેતો. એ વખતે હું જેટલું કરી શકાય એટલે અવાજ કરતો જેથી પાણીમાં સંતાયેલા સાપ છેટા ચાલ્યા જાય. એ પછી કપડાં પહેરત, દાઢી કરતો અને એ સ્થળમાં પ્રાપ્ત થઈ શકતા એક માત્ર મોજશોખ જેવા સ્વાદિષ્ટ સ્કૂર્તિદાયક, ચાના ત્રણ પ્યાલાને. સ્વાદ લેતો.
સાહેબ, ચાના પાણીની કીટલી તૈયાર છે. મેં નોકરીએ રાખેલો રાજ નામનો કરે મને સૂચના આપત. પહેલાં તો એને અંગ્રેજી ભાષાનું જરાક પણ જ્ઞાન નહોતું, પરંતુ મારા વારંવારના શિક્ષણને પરિણામે એણે એટલું અને એથી વધારે જ્ઞાન પ્રાપ્ત કરેલું. નેકર તરીકે એ એક રત્ન જેવો હતો, કારણકે હું એને જે અવનવી વસ્તુઓ અને ખાદ્યસામગ્રીની ખરીદી માટે મોકલતો તેની તપાસમાં એ આશાપૂર્વક દઢ સંકલ્પને ધારણ કરીને એ નાનકડા શહેરમાં આગળપાછળ બધે જ ફરી વળતા, અથવા ધ્યાનના વખત દરમિયાન મહર્ષિના હૈલ બહાર સાવચેત બનીને શાંતિપૂર્વક બેસી રહેતો કે
થી એવે વખતે એને બોલાવવામાં આવે તો એ આવી શકે. પરંતુ રસોઇયા તરીકે એ પશ્ચિમના સ્વાદની સમજ નહોતો ધરાવતે. પશ્ચિમની વાનગીઓને એ વિચિત્ર ને વિકૃત સમજતે થોડા દુઃખદ પ્રાગે પછી રસોઈ બનાવવાની ગંભીર પ્રક્રિયા મેં પોતે જ સંભાળી લીધી, અને રોજ એક વાર સરખું ભજન કરવાની ટેવ પાડીને મારા પરિશ્રમને ઘટાડી દીધે. પ્રતિદિન ત્રણ વાર પિવાતી ચા મારે માટે આ દુનિયાના એકમાત્ર આનંદરૂપ અને
Page #422
--------------------------------------------------------------------------
________________
અરણ્યના આશ્રમમાં
૪૩૯
મારી શકિતના મુખ્ય આધાર જેવી બની રહી. રાજુ સૂર્યના પ્રકાશમાં ઊભા રહીને બદામી રંગના સરસ દારૂની મારી લતને આશ્ચર્ય ચકિત બનીને જોયા કરતા. ભારતના પ્રાચીન નિવાસી કાળા દ્રાવિડાનો એ પુત્ર હેાવાથી, પ્રખર સૂર્ય પ્રકાશમાં એનું શરીર પાલિશ કરેલા કાળા કાષ્ઠ જેવું ચમકતું.
નાસ્તા કર્યા પછી આશ્રમમાં હું શાંતિપૂ`ક ધીમી ચાલે ફરવા નીકળતા, વાંસના દડાની વાડવાળા કંપાઉન્ડના બાગના ગુલાબના સુમધુર છેાડવા પાસે બે-ચાર મિનિટ ઊભો રહેતા, કે પછી નાળિચેરથી ભારે બનેલાં મસ્તકવાળાં નાળિયેરીનાં વૃક્ષેાની નીચે નમેલાં પાંદડાંની છાયામાં આરામ કરતા. સૂર્યનો તાપ તીખા થતાં પહેલાં આશ્રમના ઉદ્યાનમાં વિહરવાનો અને ભાતભાતનાં ને જાતજાતનાં ફૂલાને જોવાનો તે સૂંધવાનો અનુભવ ખરેખર અનેરા હતા.
પછીથી હું હાલમાં પ્રવેશતા, મહર્ષિને પ્રણામ કરતા, અને પલાંઠી વાળીને શાંતિપૂર્વક બેસી જતા. થોડાક વખત હું લખતે કે વાંચતા, અથવા એકબે માણસે સાથે વાતચીતમાં ગળતા, અથવા મહર્ષિ સાથે કાઈક મુદ્દાની છણાવટ કરતા કે, પછી મહર્ષિએ બતાવેલી પદ્ધતિ પ્રમાણે એકાદ કલાક ધ્યાન ધરતા. જો કે સાંજનો સમય તા માટે ભાગે હાલમાં ધ્યાન માટે ખાસ નિશ્ચિત કરેલા અભ્યાસમાં જ વિતાવતેા. પરંતુ ગમે તેવી પ્રવૃત્તિ કરવા છતાં એ સ્થાનના રહસ્યમય આધ્યાત્મિક વાતાવરણનો અને મારા મસ્તકમાં મક્કમ રીતે પ્રવેશતાં કૃપાયુક્ત કિરણાનો ક્રમેક્રમે અનુભવ કર્યા વગર હું નહોતા રહી શકતા. મહર્ષિની બાજુમાં એકાદ ક્ષણ બેસવા માત્રથી મને એક જાતની ઊંડી અવર્ણનીય શાંતિનો સ્વાદ સાંપડતા. ખારીક નિરીક્ષણુ અને વારંવારના પૃથક્કરણને પરિણામે સમય પર મને એવી પૂરેપૂરી પ્રતીતિ થઈ કે અમે બંને એકમેકના સાન્નિધ્યમાં હાઈએ છીએ ત્યારે અમારી વચ્ચે એક પ્રકારની પારસ્પરિક અસર પેદા થાય છે. એ આખીય વસ્તુ અત્યંત સૂક્ષ્મ ને ગૂઢ હતી. પરંતુ એના સંબંધમાં કાઈ જાતની ભૂલને માટે અવકાશ નહાતા.
"
Page #423
--------------------------------------------------------------------------
________________
૪૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
બરના ભેજન માટે હું ઝૂંપડીમાં અગિયાર વાગ્યે પાછે ફરતે. પછી થોડે વિશ્રામ કરતો, અને એ પછી સવારના મારા કાર્યક્રમના પુનરાવર્તન માટે ફરીથી હાલમાં જતો. કેઈક વાર મારા ધ્યાનના અને વાર્તાલાપના કમમાં ફેરફાર કરીને હું આજુબાજુના પ્રદેશમાં પરિભ્રમણ કરતો અથવા અરુણાચલના ભવ્ય મંદિર સંબંધમાં વિશેષ શોધખોળ કરવા નાનકડા શહેર તરફ નીકળી પડતો.
પિતાનું ભજન પૂરું કરીને મહર્ષિ મારી મઢુલીએ કઈ કઈ વાર મારી મુલાકાત લેવા આવી પહોંચતા. એ અવસરનો લાભ લઈને હું એમની આગળ બીજા વધારાના પ્રશ્નો રજૂ કરતે. એના ઉત્તર એ ધીરજપૂર્વક સંક્ષિપ્ત સૂત્રો જેવાં વાક્યોમાં આયે જતા. એ સૂત્ર સંપૂર્ણ વાક્યો બનાવવા માટે ભાગ્યે જ પર્યાપ્ત થતાં. પરંતુ કઈ વાર હું કોઈ નવી સમસ્યા રજૂ કરતા ત્યારે એના ઉત્તરમાં એ કાંઈ પણ ન બોલતા. એને બદલે એ ક્ષિતિજ સુધી લંબાયેલી, જંગલથી વીંટળાયેલી, પર્વતમાળા તરફ મીટ માંડતા અને અચળ રહેતા. મિનિટો પસાર થઈ જતી, છતાં એમની આંખ મંડાયેલી રહેતી, અને એ કઈક દૂરના પ્રદેશમાં પહોંચી ગયા હોય એવું લાગ્યા કરતું. એમનું ધ્યાન દૂરની કોઈ અદષ્ટ સૂક્ષ્મ વ્યક્તિ પર લાગ્યું છે કે અંદરના વિષયમાં ડૂબી ગયું છે તેને પારખવાની શક્તિ મારામાં જરા પણ ન રહેતી. પહેલાં તે મને નવાઈ લાગતી કે એમણે મારી વાત સાંભળી છે કે નહિ, પરંતુ પાછળથી જે નીરવ શાંતિ છવાઈ જતી તે દરમિયાન મારા બુદ્ધિવાદી મન કરતાં વધારે મહાન એવી કઈક શક્તિ મારા પર પિતાને પ્રભાવ પાડતી ને છેવટે મારા પર પૂરેપૂરે અધિકાર જમાવતી. એ શાંતિને ભંગ કરવાની મારી શક્તિ નહાતી તેમ જ મરજીય ન થતી.
એ અનુભવને પરિણામે મારા આશ્ચર્ય વચ્ચે મને સમજાતું કે મારા બધાય પ્રશ્નો એક અનંત રમતની પ્રવૃત્તિ જેવા છે, વિચારોના વ્યાપારની કઈ હદ કે મર્યાદા નથી, અને મારી અંદર જ ક્યાંક સ્વાનુભૂતિને એક એ કૂવે છે જે મારે જોઈતું સત્યનું સઘળું
Page #424
--------------------------------------------------------------------------
________________
અરણ્યના આશ્રમમાં
૪૪૧
પાણું મને પૂરું પાડી શકે તેમ છે. વળી મને એવું પણ લાગતું કે મારા અંતરાત્માની અનંત અસીમ વિશાળ શક્તિઓને સાક્ષાત્કાર કરું અને એને માટે પ્રશ્નો પૂછવાનું બંધ રાખું એ વધારે સારું રહેશે. એટલા માટે હું મૂક રહે ને પ્રતીક્ષા કરતા.
એક વાર એ જ પ્રસંગે ઉપસ્થિત થયે ત્યારે, મહર્ષિની આંખ આશરે અડધા કલાક સુધી એમની સામેની સીધી દિશામાં અચળ ને સ્થિર દૃષ્ટિથી તાકી રહી. મને લાગ્યું કે એ મને ભૂલી ગયા છે, પરંતુ મને સંપૂર્ણ પણે સમજાયું કે મને જે ઉત્તમ પ્રકારને આકસ્મિક સાક્ષાત્કાર થઈ રહ્યો છે તે બીજું કાંઈ જ નથી પરંતુ આ રહસ્યમય, અચળ અને પ્રશાંત પુરુષની મારફત જે સંક્રામક શક્તિનાં પરમાણુઓ કે તરંગો ફેલાઈ રહ્યાં છે તેનું જ પરિણામ છે.
એક બીજી મુલાકાત વખતે એમણે મને નિરાશાવાદથી વીંટળાયેલો જોયો. એ વખતે એમણે મને પોતાના બતાવેલા માર્ગનું આલંબન લેનાર સાધકને જે યશસ્વી ધ્યેયની પ્રાપ્તિ થાય છે તેની વાત કહી બતાવી.
પરંતુ મહર્ષિ, આ માર્ગ મુસીબતોથી ભરેલું છે, અને મારી પિતાની નબળાઈઓનું મને પૂરેપૂરું ભાન છે.” મેં દલીલ કરી.
( પિતાના મનને નિષ્ફળતાના ભયથી અને પોતાની નબળાઈઓ કે ભૂલના વિચારથી ભારેખમ બનાવવું એ પોતાના માર્ગમાં અડચણ નાખવાને અકસીર ઉપાય છે. એમણે સ્વસ્થતાપૂર્વક ઉત્તર આપ્યો
છતાં એ નબળાઈ સાચી હોય તો ?'
એને જે સાચે નથી હોતો. મનુષ્યની મોટામાં મોટી ભૂલ એવું વિચારવામાં રહેલી છે કે એ સ્વભાવથી જ નિર્બળ છે કે સ્વભાવથી જ દુષ્ટ છે. પ્રત્યેક મનુષ્ય એની મૂળ પ્રકૃતિ પ્રમાણે અથવા મૂળભૂત રીતે દિવ્ય અને બળવાન છે. નિર્બળ ને દુષ્ટ તો એની આદત, એની ઈચ્છાઓ અને એના વિચારો હોય છે. એ પિતે એવો નથી હોત.'
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૪૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં એમના શબ્દો છૂર્તિદાયક, શકિતસંચારક દવા જેવા હતા. એમણે મને તાજગી આપી ને પ્રેરણા પૂરી પાડી. એ જ શબ્દ જે કેઈ નાના ને નિર્બળ આત્માના મુખમાંથી નીકળ્યા હોત તે તો હું એમને એટલા મહત્વના માનીને સ્વીકારવાની ના પાડતા અને એમને રદિયો આપવામાં પાછી પાની પણ ના કરત. પરંતુ મારી અંદરના આત્મિક સલાહકારે મને ખાતરી આપી કે મહર્ષિ જે બોલે છે તે એમના મહાન અને પ્રમાણભૂત આધ્યાત્મિક અનુભવના ઊંડાણમાંથી બોલી રહ્યા છે, ને કલ્પનાના નાજુક છેડા પર બેઠેલા સિદ્ધાંતોની રચના કરતા ફિલસૂફની પેઠે નથી બેલી રહ્યા.
બીજી વાર, અમે પશ્ચિમની ચર્ચાવિચારણા કરી રહ્યા હતા ત્યારે, મેં ટોણે માર્યો :
“કોઈ પણ જાતના કોલાહલ કે વિક્ષેપ વગરના અરણ્યના આવા એકાંત આશ્રમમાં આત્મિક શાંતિની પ્રાપ્તિ અને અનુભૂતિ કરવાનું કામ તમારે માટે સહેલું છે.'
“જ્યારે યેયની પ્રાપ્તિ થઈ જાય છે, જ્યારે તમે સર્વને જાણનારા જ્ઞાતાને જાણી લે છે ત્યારે પછી તમે લંડનના ઘરમાં રહો કે અરણ્યના એકાંતમાં રહે એથી કાંઈ ફેર નથી પડતો. એમણે શાંત ઉત્તર આપ્યો.
અને એક વાર મેં ભૌતિક વિકાસની ઉપેક્ષા કરવા માટે ભારતીએની આચના કરી. મારા આશ્ચર્ય વચ્ચે મહર્ષિએ મારા તહેમતને નિખાલસતાથી સ્વીકાર કર્યો.
' એ સાચું છે. અમે એક પછાત પ્રજા છીએ; પરંતુ અમારી જરૂરતે થોડી છે. અમારા સમાજમાં સુધારો કરવાની આવશ્યકતા છે; પરંતુ તમારા લોકેા કરતાં અમે ઘણી ઓછી વસ્તુઓમાં સંતોષ માનીએ છીએ. એટલે અમે પછાત છીએ એને અર્થ એ નથી કે અમે એાછા સુખી છીએ.''
*
અને
મહષિ જે અભુત સામર્થ્ય અને એથીય અદ્ભુત અથવા
દૃષ્ટિકોણ ધરાવતા તેની પ્રાપ્તિ તેમને કેવી રીતે થઈ હશે ?
Page #426
--------------------------------------------------------------------------
________________
અરણ્યના આશ્રમમાં
૪૪૩
ધીરેધીરે, એમના પિતાના નાખુશ મુખદ્વારા અને એમના શિષ્યો દ્વારા મેં એમની જીવનકથાની ત્રુટક અથવા આંશિક સામગ્રી એકઠી કરી.
એમને જન્મ આખાય દેશનાં સૌથી વિશાળ મંદિરમાંનું એક મેટું મંદિર ધરાવતા દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ શહેર મદુરાથી ત્રીસેક માઈલ દૂરના એક ગામડામાં ઈ. સ. ૧૮૭૯ માં થયેલો, એમના પિતાજી સંસ્કારી બ્રાહ્મણ હતા અને કાયદા સાથે સંબંધિત કેઈ ધંધે કરતા. એ ખૂબ જ મોટા દાની પુરુષ હોવાથી અનેક ગરીબોને અન્ન ને વસ્ત્રનું દાન દેતા. બાળકને એને અભ્યાસ ચાલુ રાખવા આખરે મદુરા મૂકવામાં આવ્યું, અને એ જ સ્થળમાં સ્કૂલ ચલાવતા અમેરિકન મિશનરીઓ દ્વારા એને અંગ્રેજીનું સાદું આરંભનું શિક્ષણ આપવામાં આવ્યું.
યુવાન રમણને શરૂઆતમાં રમતગમતને શેખ હતે. એ કુસ્તી કરતો, મુક્કાબાજીની રમત રમતા, અને ભયંકર નદીઓ તરી જતો. એ ધર્મ ને તત્ત્વજ્ઞાનના વિષયમાં કઈ ખાસ પ્રકારને રસ બતાવતો નહોતો. એ વખતના એના જીવનમાં જોવા મળતી અપવાદરૂપ વસ્તુ એની ઊંઘની દશા દરમિયાન ચાલવાની વૃત્તિ હતી, અને એની નિદ્રાવસ્થા પણ એટલી પ્રખર હતી કે મોટામાં મોટા વિક્ષેપ પણ એને જગાડી શકતા નહિ. એના સ્કૂલના સાથીઓએ આખરે એ હકીક્ત ખોળી કાઢી, અને એની સાથેની રમતગમતમાં એ એને લાભ ઉઠાવવા લાગ્યા. દિવસ દરમિયાન તો એના ઝડપી મુક્કાઓથી એ ડરતા રહેતા, પરંતુ રાતે એ એના શયનખંડમાં આવી પહોંચતા, એને રમતના મેદાનમાં લઈ જતા, એના શરીરને ટીપતા અને કાને મુક્કા મારતા, અને પછી એને પથારીમાં મૂકી જતા. સવારે એને એ અનુભવોની જરા પણ ખબર પડતી નહિ અને યાદ પણ રહેતી નહિ.
નિદ્રાના સ્વરૂપને સાચી રીતે સમજી ચૂકેલા માનસશાસ્ત્રીને આ હકીકત પરથી સમજાશે કે એ છોકરાની એકાગ્રતાની અવસ્થા કેટલી બધી અસામાન્ય અને ઊંડી હતી. એ જેનાથી સંપન્ન હતો તે યૌગિક પ્રકૃતિને એના પરથી પૂરત નિર્દેશ મળી રહે છે.
Page #427
--------------------------------------------------------------------------
________________
४४४
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એક દિવસ એક સંબંધીએ મદુરા આવીને રમણના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે હું અરુણાચલના મંદિરની યાત્રાએથી હજુ હમણાં જ પાછો ફર્યો છું. એ નામના શ્રવણથી છોકરાના મનના સુષુપ્ત ઊંડાણમાં ઝંકૃતિ પેદા થઈ, અને અવનવી અગમ્ય આકાંક્ષાએથી એનું અંતર ઊભરાઈ ઊઠયું. એ મંદિરના સ્થાનની એણે તપાસ કરી અને એના વિચારોએ ત્યારથી એને પીછો ના છેડ્યો. એ મંદિરે એને માટે સૌથી વધારે મહત્ત્વ ધારણ કર્યું તે પણ એ પિતાની જાતને સમજાવી ના શક્યા કે ભારતમાં ફેલાયેલાં બીજ સંખ્યાબંધ મહાન મંદિરો કરતાં અરુણાચલનું મૂલ્ય એને મન થોડુંક પણ વધારે શા માટે છે. - મિશન સ્કૂલમાં કોઈ પણ પ્રકારની વિશેષ યોગ્યતા બતાવ્યા વિના એણે એને અભ્યાસ ચાલુ રાખ્યો, છતાં એના કામમાં એણે સારી એવી હોશિયારી તે બતાવી છે. પરંતુ એની ઉંમર સત્તર વરસની થઈ ત્યારે પ્રારબ્ધ પિતાના નાજુક અને આકસ્મિક ફટકા સાથે કામ કરવા માંડ્યું અને કાળના એકસરખા ચાલી રહેલા પ્રવાહમાં હાથ નાખ્યા.
એણે અચાનક સ્કૂલ છોડી દીધી અને પિતાને અભ્યાસ સંપૂર્ણપણે મૂકી દીધો. એ બનાવ બન્યો તે પહેલાં એણે એના શિક્ષકેને કે એનાં સગાંઓને કશી ખબર ન આપી અને કોઈને જણાવ્યું પણ નહિ. એની ભવિષ્યની દુન્યવી આશાઓ પર પાણી ફેરવી દેનારા એ પાંગળા પરિવર્તનનું કારણ શું હશે ?
બીજાના મનમાં એ ગૂંચવાડે ઊભો કરનારું થયું હશે તે ભલે, પરંતુ એને માટે એ કારણ પૂરતું સંતોષકારક હતું. કારણકે માણસના છેવટના શિક્ષક જેવા જીવને એ યુવાન વિદ્યાર્થીને એને સ્કૂલના શિક્ષકોએ સુપરત કરેલા અભ્યાસક્રમ કરતાં જુદા જ અભ્યાસક્રમ પર ચડાવી દીધો. એણે અભ્યાસ છોડી દીધો અને મદુરાથી કાયમને માટે વિદાય લીધી. તેના દેઢેક મહિના પહેલાં એના જીવનમાં વિચિત્ર રીતે ફેરફાર થયેલો.
Page #428
--------------------------------------------------------------------------
________________
અરણ્યના આશ્રમમાં
૪૪પ
એક દિવસ એ એના ઓરડામાં એકલે બેઠેલો ત્યારે એને અચાનકે મૃત્યુને ન સમજાય તેવો ભય લાગવા માંડ્યો. બહારથી જોતાં એની તંદુરસ્તી સારી હતી તો પણ એને એ તીવ્ર અનુભવ થયો કે એનું મૃત્યુ નજીક છે. એ વસ્તુ મને વૈજ્ઞાનિક ચમત્કાર જેવી હતી, કારણકે એના મૃત્યુનું કોઈ દેખીતું કારણ નહોતું. છતાં એ
ખ્યાલથી એ ઘેરાઈ ગયે અને આગામી ઘટના માટે તરત જ તૈયારી કરવા લાગ્યો.
એણે પિતાનું શરીર જમીન પર વાંકું વાળીને ફેલાવી દીધું, અવયવોને મડદાની પેઠે સખત કદી દીધા, આંખને અને મને બંધ કર્યા તથા છેવટે શ્વાસ પણ થંભાવી દીધો.
ઠીક ત્યારે.” મેં મારી જાતને કહેવા માંડયું: “આ શરીર મરી ગયું છે. એ શરીરને ઠાઠડીએ બાંધીને સ્મશાનમાં લઈ જવાશે ને બાળી નાખવામાં આવશે. પરંતુ શરીરનું મૃત્યુ થવાની સાથે હું મરી જાઉં છું ? શરીર હું છું ? અત્યારે આ શરીર નિષ્ક્રિય અને અક્કડ છે. પરંતુ એની અવસ્થાથી અલગ એવા મારા સ્વરૂપના સંપૂર્ણ સામર્થ્યને અનુભવ હું કરી રહ્યો છું.'
પિતે જેમાંથી પસાર થયેલા તે વિચિત્ર અનુભવ વર્ણવતી વખતે મહર્ષિએ એ શબ્દો કહી બતાવેલા. એ પછી જે બન્યું તે વર્ણવવું જે કે સહેલું છે તો પણ સમજવું અઘરું છે. એ ઊંડી સમાધિદશામાં ડૂબી ગયા, અને એ દિશામાં ડૂબીને જીવનના એકમાત્ર અર્કમાં અથવા પોતાના મૂળભૂત સ્વરૂપમાં લીન થયા. એ તદ્દન સ્પષ્ટ રીતે સમજી ગયા કે શરીર એક અલગ વસ્તુ છે અને હું નામના તત્ત્વને મૃત્યુને સ્પર્શ નથી થતો. સત્ય સ્વરૂપ ઘણું વાસ્તવિક હતું, પરંતુ એની પ્રકૃતિથી એટલું બધું ઊંડું ને પર હતું કે અત્યાર સુધી એણે એની તરફ ધ્યાન નહોતું આપ્યું.
રમણ એ આશ્ચર્યચકિત કરનારા અનુભવમાંથી તદ્દન જુદે જ યુવક બનીને બહાર નીકળે. અભ્યાસ, રમતગમત, મિત્રમંડળ અને
Page #429
--------------------------------------------------------------------------
________________
४४६
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
બીજી વસ્તુઓમાંથી એને મોટા ભાગને રસ ઊડી ગયો, કારણકે એને એકાએક થયેલા પોતાના સત્ય સ્વરૂપના ઉત્તમ અનુભવજ્ઞાન તરફ હવે એને મુખ્ય રસ કેન્દ્રિત થયો. મૃત્યુનો ભય જેટલી અદભુત રીતે પેદા થયેલે એટલી જ અદ્દભુત રીતે નાશ પામે. એ જે આંતરિક શાંતિ અને આત્મિક શક્તિને ઉપભોગ કરવા માં તે શાંતિ ને શક્તિ ત્યારથી તેની સાથે જ રહી. પહેલાં બીજા
કરાઓ એને ખીજવતા કે એની સાથે વધારે પડતી છૂટછાટ લેવાનો પ્રયાસ કરતા ત્યારે એ એનું વેર લેવામાં વિલંબ ન કરતો, પરંતુ હવે એ બધું શાંતિપૂર્વક ચલાવી લેત. અન્યાયી કામોને એ ઉદાસીનતાથી સહન કરતો અને બીજાની સાથે સંપૂર્ણ સરળતાથી હળફરતે, પહેલાંની ટેવોને ત્યાગ કરીને એ બની શકે તેટલા વધુ સમયમાં એકલા રહેવાને પ્રયત્ન કરતે, કારણકે એમ કરવાથી જ એ ધ્યાનમાં ડૂબીને પિતાના લક્ષને સતત રીતે અંદર ખેંચનારા ચેતનાના પ્રબળ અને અલૌકિક પ્રવાહને સર્વસમર્પણ કરીને એની સાથે એકાકાર બની શકતે.
એના ચારિત્ર્યમાં થયેલાં એ પ્રખર પરિવર્તને બીજાની નજર બહાર ન રહ્યાં. એક દિવસ એને મોટો ભાઈ એના ખંડમાં આવ્યો. એણે ધારેલું કે રમણ શિક્ષકે કરવા આપેલું ઘરકામ કરતો હશે; પરંતુ એ તો આંખ મીંચીને ધ્યાનમાં ડૂબી ગયેલ. સ્કૂલની ચોપડીઓ ને કાગળો કંટાળાને લીધે ખંડમાં આમતેમ નાખી દીધેલા. અભ્યાસની એવી અવજ્ઞા જોઈને ભાઈને એ ક્રોધ ચડ્યો કે એ તીખા તમતમતા શબ્દમાં મજાક કરતાં કહેવા માંડ્યો :
તારા જેવા છોકરાનું અહીં કામ જ શું છે ? તારે યોગીની પેઠે જ વર્તવાની મરજી હોય તે પછી વ્યવસાય કરવાની ઈરછાથી ભણે છે જ શા માટે ?”
યુવાન રમણને એ શબ્દ સાંભળીને ઊંડી વેદના થઈ. એણે એમની યથાર્થતાને સમજી લીધી અને એ પ્રમાણે વર્તવાને મને મન સંકલ્પ કર્યો. એના પિતાનું મૃત્યુ થયેલું એટલે એણે વિચાર્યું કે
Page #430
--------------------------------------------------------------------------
________________
અરણ્યના આશ્રમમાં
મારા કાકા તથા બીજા ભાઈએ મારી માતાની સંભાળ રાખ્યા વિના નહીં રહે ઃ ખરેખર ઘરમાં મારું કાંઈ કામ જ નથી. એ જ વખતે એના મનમાં અરુણાચલના મદિરનું એ નામ ઝળકી ઊઠયું, જેણે આશરે એકાદ વરસથી એને કામણુ કરેલું અને જેના અક્ષરાએ એને મુગ્ધ કરેલા. એ સ્થળની પસંદગી પાતે શા માટે કરવી જોઈએ એની સમજ એને ન પડી, તેાપણુ એણે નક્કી કર્યુ કે ત્યાં જ જવુ' જોઈએ. ત્યાં જવાની અનિવાર્ય આવશ્યકતા એને લાગવા માંડી. એ આવશ્યકતાએ એને માટેના નિર્ણય એની મેળે જ કરી લીધો. એ નિણૅય પહેલેથી વિચારીને નહેાતે કરેલે.
<
૪૪૭
અહીં આવીને સાચું કહું ! મને ઘણા જ આનં થયેલા.’ મહર્ષિ મને કહેવા માંડઞા : જે શક્તિ તમને મુંબઈથી ડે અહીં સુધી ખેંચી લાવી છે તે જ શક્તિએ મને મદુરાી પેાતાની તરફ ખેચી લીધેા.’
અને એવી રીતે પેાતાના અંતરના આંતરિક ખેંચાણુના અનુભવ કરીને યુવાન રમણે મિત્રા, કુટુબીજનેા, શાળા અને અભ્યાસના ત્યાગ કર્યા, અને એ માર્ગ અપનાવ્યા જે એને આખરે અરુણાચલ લઈ આવ્યા તથા એને વિશેષ ઉત્તમ આધ્યાત્મિક અનુભવાની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ બન્યા. એણે ધરને ત્યાગ કરતી વખતે લખેલેા ટૂંકા કાગળ આશ્રમમાં આજે પણ સાચવી રાખવામાં આવ્યા છે. એ કાગળમાં લખેલા તામિલ શબ્દો આ પ્રમાણે છેઃ
"
હું મારા પરપિતાની શેાધમાં એની આજ્ઞાને માથે ચડાવીને અહીંથી ચાલી નીકળ્યા છું. આ સાહસ ઘણું સારું અથવા ઉત્તમ છે. એટલા માટે આ ઘટનાના કાઈએ શાક ન કરવા. આને શેાધી કાઢવા કાઈ જાતના પૈસાના ખરચ ન કરવા.’
એમણે દક્ષિણના અંદરના ભાગની મુસાફરી શરૂ કરી ત્યારે એમના ખિસ્સામાં ત્રણ રૂપિયા હતા અને દુનિયાથી એ એકદમ અજાણુ હતા. એ મુસાફરીમાં બનેલા આશ્ચર્યકારક બનાવા નિઃશુક
Page #431
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
પણે પુરવાર કરે છે કે કેાઈ ગૂઢ શક્તિ એમનું રક્ષણ તેમ જ પથપ્રદર્શન કરતી હતી. આખરે એ જ્યારે પેાતાના મંતવ્યસ્થાને આવી પહેાંચ્યા ત્યારે તદ્દન નિરાધાર અને અપરિચિત લેાકાથી ઘેરાયેલા હતા. પરન્તુ એમની અંદર સંપૂર્ણ ત્યાગની ભાવના તીત્રપણે સળગી ઊઠેલી. દુન્યવી પદાર્થો માટેના એમના તિરસ્કાર એ વખતે એટલા બધા તેજ હતા કે પેાતાના ઝભ્ભાને એમણે એક તરફ ફેંકી દીધા અને મંદિરના પ્રાંગણમાં તદ્દન નગ્ન બનીને ધ્યાનમુદ્રામાં બેસી ગયા. એક પૂજારીએ એ જોયું અને એના વિરોધ કર્યા; પરન્તુ કાંઈ જ ન વળ્યું. ખીન્ન ખળભળી ઊઠેલા પૂજારીએ ત્યાં આવી પહેાંચ્યા. એમણે પુષ્કળ પ્રયત્ના કર્યા ત્યારે યુવાન રમણે ઘેાડી છૂટછાટ મૂકી. એમણે એક અકટિવસ્ત્ર કે કૌપીન પહેરવાનું સ્વીકારી લીધું. ત્યારથી માંડીને આજ સુધી એમણે એટલું જ પહેર્યુ છે.
૪૪૮
છ મહિના સુધી એ મન્દિરના પ્રાંગણમાં જુદીજુદી જગાએ રહ્યા, અને બીજે કયાંય ન ગયા એક પૂજારી દ્વારા દિવસમાં એક વાર લાવવામાં આવતા થાડાક ભાત ખાઈને એ નિર્વાહ ચલાવતા. એ પૂજારી એમના વેગથી વિકસતા વ્યક્તિત્વને જોઈને સ્તબ્ધ બનેલા. રમણુ આખા દિવસ દરમિયાન ઊંડી ભાવસમાધિમાં અને યેાગની આધ્યાત્મિક સમાધિમાં એવા તે લીન બનતા કે એમને એમની આજુબાજુના જગતનું જરા પણ ભાન ન રહેતું. કેટલાક અસભ્ય મુસ્લિમ યુવાનોએ એમના પર કાદવ નાખ્યા ત્યારે થાડા કલાક સુધી તેમને તેની ખબર પણ ન પડી. એમના અંતરમાં એમને માટે કાઈ જાતના ખૂરા ભાવ પણ પેદા ન થયેા.
મન્દિરમાં યાત્રીએના પ્રવાહ ચાલવાથી એમની દચ્છા પ્રમાણેનું એકાંતસેવન એમને માટે મુશ્કેલ બની ગયું. એને લીધે એ સ્થળને ત્યાગ કરીને ગામથી થેાડેક અંતરે આવેલાં ખેતરામાં એક શાંત દેવાલયમાં એમણે આશ્રય લીધે. ત્યાં એમણે દાઢેક વરસ વાસ કર્યો. મન્દિરના દર્શને આવતા થાડા લેાકેા દ્વારા લાવવામાં આવતા ખારાકથી એ સંતેાષ માનતા.
Page #432
--------------------------------------------------------------------------
________________
અરણ્યના આશ્રમમાં
૪૪૯
એ બધા વખત દરમિયાન એ કાઈની સાથે ખેલતા નહિ. એ જિલ્લામાંના એમના આગમન પછીનાં ત્રણ વરસેા સુધી ખરું જોતાં, એમણે વાત કરવા માટે હેાઠ ઉઘાડચા જ નહિ. એનું કારણ એ નહેતું કે એમણે મૌનવ્રત લીધું હતું; પરન્તુ પેાતાના સમસ્ત સામર્થ્ય તથા લક્ષને આત્મિક જીવન પ્રત્યે એકાગ્ર કરવાની એમની અંદરના પથપ્રદર્શક તરફથી એમને ફરજ પાડવામાં આવતી હતી. જ્યારે એમની યેાગસાધનાની સિદ્ધિ થઈ ત્યારે પછી એવા પ્રતિબંધની જરૂર ન રહેવાથી, એ ફરીથી ખેાલવા માંડત્યા. તે છતાં મહર્ષિ એક અત્યંત આછાખાલા પુરુષ તરીકે જ જીવી રહ્યા.
એમણે પેાતાના સંબંધમાં સંપૂર્ણ ગુપ્તતા રાખી, પરંતુ કેટલાક યોગાનુયાગને લીધે, એમના અદશ્ય થયા પછી બે વરસે એમની માતાએ એમની માહિતી મેળવી. પેાતાના મેાટા કરાને લઈને એ એમની પાસે આવી પહેાંચી અને અશ્રભરી આંખે એમને ઘેર પાછા ફરવા વીનવવા લાગી. મહર્ષિએ પાછા ફરવાના ઇનકાર કર્યા. અશ્રુ એમને સમજાવવામાં નિષ્ફળ નીવડત્યાં ત્યારે એમની ઉદાસીનતાને માટે એણે ઠપકા આપ્વા માંડયો. આખરે એક કાગળના ટુકડા પર એમણે ઉત્તર લખ્યા કે એક સર્વાપરી શક્તિદ્વારા મનુષ્યોના નસીબનું નિયમન થઈ રહ્યું છે અને તમે ગમે તેવું વર્તન કરશે તેથી મારા પ્રારબ્ધમાં ફેર નહિ પડી શ. જે પરિસ્થિતિ પેદા થઈ છે તેને સ્વીકારી લેવાની તથા એને માટે વિલાપ ન કરવાની સલાહ આપીને એમણે પોતાના ઉત્તર પૂરા કર્યો. એવી રીતે એને એમની દઢતા આગળ નમતું જોખવું પડયું.
એ ઘટના પછી લેાકા એ યુવાન યેાગીના પ્રદર્શન માટે એમના એકાંતવાસમાં ઊમટવા માંડત્યા ત્યારે એ સ્થળ છેડીને એ અરુણાચલ પર્વત પર ચડી ગયા. ત્યાંની એક વિશાળ ગુફામાં એમણે કેટલાંક વરસે। સુધી વસવાટ કર્યો. એ પર્યંત પર બીજી ઘેાડીક ગુફાઓ આવેલી છે, અને એમાં સંતપુરુષો તથા યાગીએ વાસ કરે છે. પરન્તુ જે ગુફાએ યુવાન રમણુને આશ્રય આપ્યા તે ગુફા ખાસ ઉલ્લેખનીય હતી કારણકે એમાં કાઈ પ્રાચીન યાગની સમાધિ હતી,
Page #433
--------------------------------------------------------------------------
________________
४५०
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
મૃત શરીરને નિકાલ કરવા માટે હિંદુઓમાં અગ્નિસંસ્કારની સામાન્ય પ્રથા ચાલી આવે છે, પરંતુ ઉચ્ચ કેટિએ પહોંચેલા પરમાત્મદશ યોગીને માટે મોટે ભાગે એ સંસ્કારની મના કરવામાં આવી છે. કારણકે એમ માનવામાં આવે છે કે એના શરીરમાં રહેલી પ્રાણશક્તિ અથવા અદશ્ય જીવનચેતના હજારે વાર સુધી એના શરીરમાં ટકી રહે છે અને એના શરીરને સડાથી મુક્ત રાખે છે. એવા યોગીના શરીરને સ્નાન કરાવી, સુગંધિ દ્રવ્યો લગાડી, એ હજુ જાણે ધ્યાનમાં જ લીન હોય એવી રીતે પદ્માસન કરાવીને સમાધિસ્થાનમાં મૂકવામાં આવે છે. સમાધિના પ્રવેશદ્વારને મજબૂત શિલાથી બંધ કરવામાં આવે છે અને પછી સરખી રીતે મજબૂત બનાવવામાં આવે છે. એવું સમાધિસ્થાન માટે ભાગે યાત્રાનું ધામ બની જાય છે. મહાન યોગીઓનાં શરીરને દાટવામાં આવે છે અને બાળવામાં નથી આવતાં તેની પાછળ એ સિવાય એક બીજું કારણ પણ રહેલું છે. જોકે એવું માને છે કે એમનાં શરીરે એમના જીવનકાળ દરમિયાન જ પવિત્ર થઈ ચૂક્યાં હેઈ એમને અગ્નિદ્વારા શુદ્ધ થવાની આવશ્યકતા નથી રહેતી. | ગુફાઓ હંમેશાં યોગીઓ તથા સંતપુરુષના પ્રિય રહેઠાણ જેવી રહી છે એ હકીકત રસ પેદા કરે તેવી છે. પ્રાચીનેએ એમાં દેવની પ્રતિષ્ઠા કરી. પારસી ધર્મના સ્થાપક જરથુસ્ત ગુફામાં બેસીને ધ્યાન કરેલું, તથા મહમદને પણ ગુફામાં ધાર્મિક અનુભવોની પ્રાપ્તિ થયેલી. વધારે સારાં સ્થાનના અભાવમાં ભારતીય યોગીઓએ ગુફાઓ અથવા ભૂગર્ભનાં આશ્રયસ્થાનો પસંદ કર્યા તેની પાછળ ઘણાં સરસ કારણે સમાયેલાં છે. કારણકે એવાં સ્થાનમાં ઋતુના ફેરફારથી સુરક્ષિત રહી શકાય અને ઉષ્ણ કટિબંધમાં દિવસરાતનાં અને જુદા પાડતા હવામાનનાં ત્વરિત પરિવર્તનથી અલિપ્ત રહેવાય. એવાં સ્થાનમાં ધ્યાનની સાધનામાં વિક્ષેપ કરનારો વધારે પ્રકાશ તથા અવાજ પણ ન હોય. એ ઉપરાંત, ગુફાના સીમિત વાતાવરણમાં શ્વાસ લેવાથી ભૂખનું પ્રમાણ પણ ઘણું ઓછું થઈ જાય છે. એ રીતે શરીરની ઓછામાં ઓછી જરૂરતની દષ્ટિએ પણ એ ઉપગી ઠરે છે.
Page #434
--------------------------------------------------------------------------
________________
અરણ્યના આશ્રમમાં
૪પ૧
રમણ અરુણાચલ પર્વતની એ ચોક્કસ ગુફા પ્રત્યે આકર્ષાયા. તેનું એક બીજું કારણ કદાચ એની આજુબાજુનું સૃષ્ટિસૌંદર્ય હતું. ગુફાની પાસેની ઊચી પર્વતમાળા પર ઊભા રહીએ તે દૂર મેદાનમાં વિસ્તરેલા નાના નગરનું એના મધ્યભાગમાં ઊભેલા ભવ્ય દેવાલય સાથે દર્શન થાય છે. એ સપાટ પ્રદેશની પાછળ દૂરદૂર લાંબી પર્વતમાળા ઊભેલી છે. એ કુદરતના આનંદદાયક દૃશ્યની દીવાલ જેવી દેખાયા કરે છે.
રમણે એ થોડીક અંધારી ગુફામાં કેટલાંક વરસો વાસ કર્યો. એ દરમિયાન એ એમની રહસ્યમય ધ્યાનસભામાં રત રહ્યા તેમ જ પ્રખર સમાધિદશામાં ડૂબી ગયા. એ કોઈ રૂઢિચુસ્ત યોગી નહોતા, કારણકે એમણે કદી કોઈ યોગપદ્ધતિને અભ્યાસ નહોતો કર્યો, તેમ જ કોઈ ગુરુની પાસે રહીને એમની સુચના પ્રમાણે સાધનાય નહતી કરી. જે આંતરિક માર્ગને એમણે આધાર લીધેલ તે કેવળ આત્મસાક્ષાત્કાર કરાવનારી કેડી જેવો હતો. એમની અંદર રહીને એમના જીવનને ચલાવનારી દિવ્ય પ્રેરક પરમાત્મશક્તિએ એને નિર્દેશ કરેલ.
ઈ. સ. ૧૯૦૫માં એ પ્રદેશમાં મરકી ફાટી નીકળી. અરુણાચલના મંદિરના દર્શને આવેલે કઈ યાત્રી આજુબાજુના વિસ્તારમાં એને ફેલાવવામાં બનતાં સુધી નિમિત્ત બને. એને લીધે વસતિ એટલા બધા મોટા પ્રમાણમાં વેરવિખેર થઈ ગઈ કે વાત નહિ. લગભગ પ્રત્યેક વ્યક્તિ એ નાના નગરને ત્યાગ કરીને ભયભીત બનીને વિશેષ સલામત ગામે અથવા શહેરમાં ભાગી ગઈ. લેકેએ છોડી દીધેલી એ ભૂમિ એટલી બધી નીરવ બની રહી કે વાઘ અને ચિત્તાઓ જંગલનાં સંતાવાનાં સ્થાનમાંથી બહાર આવીને રસ્તાઓ પર ખુલ્લી રીતે ફરવા લાગ્યા. એ જંગલી જનાવર શહેરમાં જવાના એમના માર્ગમાં આવતા એ પર્વતીય સ્થળમાં અનેક વાર ભટકી ચૂક્યાં હશે, અથવા મહર્ષિની ગુફા આગળથી વારંવાર આંટાફેરા કરતાં પસાર થયાં હશે, તે પણ મહર્ષિએ ગુફા
Page #435
--------------------------------------------------------------------------
________________
કપર
ભારતના આધ્યાત્મિક રહસ્યની છેજમાં
છોડવાનો ઇનકાર કર્યો, અને પહેલાંની પેઠે જ શાંત તેમ જ સ્વસ્થ બનીને રહેવાનું ચાલુ રાખ્યું.
એ સમય દરમિયાન એ યુવાન યોગીની ઈચ્છા વિરુદ્ધ એક શિષ્ય એમની પાસે આવીને રહેવાનું ચાલુ કરેલું. એનું મન એમનામાં પુષ્કળ પ્રમાણમાં લાગી જવાથી એણે આગ્રહપૂર્વક એમની પાસે રહેવાનું અને એમની સેવા કરવાનું શરૂ કર્યું. એ માણસનું તે હવે મૃત્યુ થયું છે, પરંતુ બીજા શિષ્યોમાં એવી દંતકથા વહેતી થઈ છે કે રોજ રાતે ગુફામાં એક મોટો વાઘ આવતો ને મહર્ષિના હાથ ચાટતો, અને મહર્ષિ પણ બદલામાં એ વાઘના શરીર પર હાથ ફેરવીને એને લાડ લડાવતા. એ એમની આગળ આખી રાત બેસી રહેતો અને પઢિયું થતાં એમની વિદાય લેતા.
ભારતમાં બધે જ એવો ખ્યાલ પ્રચલિત છે કે વાઘ, સિંહ, સાપ અને બીજાં જંગલી જનાવરોના ભયથી ભરેલાં બંગલે ને પર્વ તેમાં રહેતા યોગીઓ ને ફકીરોને, એમને પર્યાપ્ત પ્રમાણમાં યોગીની શક્તિની પ્રાપ્તિ થઈ હોય છે તે, એ જનાવરે અડતાં નથી કે હાનિ પણ નથી પહોંચાડતાં. રમણ મહર્ષિના સંબંધમાં એક બીજી વાત એવી સંભળાતી કે એક દિવસ બપોરે એ એમના નિવાસસ્થાનના સાંકડા પ્રવેશદ્વાર પાસે બેઠા હતા ત્યારે પથ્થરોની વચ્ચેથી નીકળેલ સુસવાટા કરતો એક મોટો સાપ એમની આગળ આવી પહોંચ્યો. એણે શરીરને ઊંચું કરીને એની ફણાને ફેલાવી, છતાં યોગીએ ત્યાંથી હઠવાને પ્રયાસ ન કર્યો. એ બંને જીવો – મનુષ્ય ને પ્રાણું – થોડા વખત સુધી દષ્ટિને એક કરીને એકમેકની તરફ તાકી રહ્યા. આખરે સાપ તદ્દન નજીક હોવા છતાં, એમને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર પાછો વળ્યો.
પોતાના આત્માની ઊંડામાં ઊંડી અવસ્થામાં મક્કમ રીતે ને કાયમને માટે પ્રતિષ્ઠિત થવાની સાથે, એ અભુત યુવાન પુરુષના પવિત્ર એકાંતિક જીવનને પહેલા તબકકો પૂરે થયે. હવે એમને એકાંતની એટલી બધી આવશ્યકતા નહોતી રહી, છતાંય એમણે
Page #436
--------------------------------------------------------------------------
________________
અરણ્યના આશ્રમમાં
૫૩
ગુફામાં રહેવાનું જ ચાલુ રાખ્યું. ત્યાં એમને થયેલી વિદ્વાન ને વિખ્યાત બ્રાહ્મણ પંડિત ગણપતિ શાસ્ત્રીની મુલાકાત, વધારે સામાજિક કારકિર્દીમાં પ્રવેશનારા એમના બાહ્ય જીવનમાં એક જુદો જ ફોટો પાડનારી પુરવાર થઈ. એ પંડિત અભ્યાસ તથા ધ્યાન કરવા માટે હજુ હમણાં જ મદિરની બાજુમાં રહેવા આવેલા. સંજોગોવશાત એમણે સાંભળ્યું કે પર્વત પર એક ખૂબ જ યુવાન ગી વાસ કરે છે. એટલે એ કુતૂહલથી પ્રેરાઈને એમની શોધમાં નીકળ્યા. જયારે એ મહર્ષિને મળ્યા ત્યારે મહર્ષિ સૂર્ય તરફ દૃષ્ટિને સ્થિર કરીને જોતા હતા. સૂર્ય પશ્ચિમી ક્ષિતિજની પાછળ અદશ્ય થાય
ત્યાં સુધી કેટલાક કલાક સુધી ઝળહળતા સૂરજ પર દષ્ટિને સ્થિર કરવાનું કામ એમને માટે રેજનું હતું. ભારતમાં બપોર પછીનાં સૂર્યકિરણના તીખા પ્રકાશની કલ્પના અનુભવ વગરના અંગ્રેજથી ભાગ્યે જ થઈ શકે. મને યાદ આવે છે કે એક વખત મેં પર્વતની ખડી ચડાઈને કવખતે ચડવાનું ચાલુ કર્યું ત્યારે બપોરે પાછા ફરતી વખતે આશ્રય ન મળવાથી ભારે સૂર્યના ધગધગતા પ્રકાશમાં હેરાન થવું પડેલું. કેટલાક વખત સુધી મને પીધેલા માણસની પેઠે ચક્કર આવવા લાગ્યાં અને હું લથડિયાં ખાવા માંડ્યો. એટલે ઊંચું મુખ અને અચળ આંખ રાખીને સૂર્યના તીખા તાપને વેઠવાની યુવાન રમણ દ્વારા કરાતી એ સાધનાનું મૂલ્યાંકન એના પરથી વધારે સારી રીતે કરી શકાશે.
એ પંડિતે હિંદુ ધર્મનાં બધાં જ મુખ્ય પુસ્તકને બાર વરસ સુધી અભ્યાસ કરેલે, અને કેઈક ચોક્કસ આત્મિક સિદ્ધિ મેળવવાની ઈચ્છાથી પ્રેરાઈને કઠોર તપ કરેલું. પરંતુ તે છતાં એમની મૂંઝવણો તથા શંકાઓ નહોતી ટળી. એમણે રમણને પ્રશ્ન પૂછ્યો, અને પંદર મિનિટ પછી એને જે ઉત્તર મળ્યો એમાં સમાયેલા જ્ઞાનથી એ સ્તબ્ધ બની ગયા. એમણે પિતાની આધ્યાત્મિક અને તાત્વિક સમસ્યાઓની રજૂઆત કરતાં બીજા પ્રશ્નો પૂછી
ભા. આ. ૨. . ૨૯
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૫૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
જોયા. એને પરિણામે એમને વરસાથી પરેશાન કરી રહેલી ગૂચવણાના અંત આવ્યા. એથી એ વધારે આશ્ચર્યચકિત થઈ રહ્યા. એમણે એ યુવાન યેાગીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને એમના ગુરુ તરીકે સ્વીકાર કર્યાં. વેલેાર શહેરમાં શાસ્ત્રીનું પેાતાનું અનુયાયીમંડળ હતું. પાછળથી એમણે ત્યાં જઈને એ સૌને જણાવ્યું કે મને એક મહર્ષિ મળ્યા છે. પડતે રમણને મહિષ તરીકે ઓળખાવ્યા કારણકે એ આત્મસાક્ષાત્કારની ઊંચામાં ઊંચી કક્ષાએ પહેાંચ્યા હતા, તથા એમના ઉપદેશા એટલા બધા મૌલિક હતા કે પડિતે એવા ઉપદેશા પાતે વાંચેલા કાઈ પણ પુસ્તકમાં નહાતા જોયા એ વખતથી સુશિક્ષિત ને સંસ્કારી લેાકાએ રમણને મહર્ષિને ઇલકાબ આપ્યા. છતાં સામાન્ય લેકે તા એમના અસ્તિત્વ ને વ્યક્તિત્વથી સુમાહિતગાર થયા પછી એમને એક દૈવી પુરુષ તરીકે જ પૂજવા લાગ્યા. પરન્તુ પોતાની હાજરીમાં એવી પૂજાની પ્રત્યેક પતિના મહર્ષં સખત રીતે વિરાધ કરતા અને એવી પૂજાની ના પાડતા. એમના મેટા ભાગના ભક્તો તથા એ વિસ્તારના લેાકા પેાતાની અંદરઅંદર અને મારી સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરતી વખતે એમને ભગવાન તરીકે એળખાવવાને! આગ્રહ રાખતા. જોતજોતાંમાં મહર્ષિનું એક નાનકડું શિષ્યમંડળ તૈયાર થયું. એમણે પર્વતની ટેકરી પર એક મકાન ધાવ્યું અને એમને એની અંદર પેાતાની સાથે રહેવા સમજાવ્યા. વચ્ચેવચ્ચે એમની માતા એમની ટૂંકી મુલાકાત લીધા કરતી. એમની પ્રવૃત્તિ પ્રત્યેના એનેા વિરાધ હવે શમી ગયેા હતા. મૃત્યુને લીધે એના મેટા પુત્ર તથા ખીજા સગાંવહાલાંના એને વિયેાગ થયા ત્યારે મહર્ષિ પાસે આવીને એણે પેાતાને એમની સાથે રહેવા દેવાની માગણી કરી. મહર્ષિએ હા પાડી. ત્યારથી પેાતાના જીવનનાં છેલ્લાં છ વરસે એણે એમની સાથે ગાળ્યાં, અને એના પેાતાના પુત્રની સાચી શિષ્યા બનીને જીવન પૂરું કર્યું. એ નાના આશ્રમમાં કરાયેલી પેાતાની પરાણાગતના બદલામાં એણે રસાઈનું કામ કરવા માંડયુ
Page #438
--------------------------------------------------------------------------
________________
અરણ્યના આશ્રમમાં
૪૫૫
. એ વૃદ્ધાનું મૃત્યુ થયા પછી એની ભસ્મને પર્વતની તળેટીમાં દાટવામાં આવી અને એ જગાએ મહર્ષિના કેટલાક ભક્તોએ એક નાના મંદિરની રચના કરી. એ મંદિરમાં માનવજાતિને એક મહાન ઋષિનું દાન દેનારી એ સન્માતાની સ્મૃતિમાં ચોવીસે કલાક દીવા બળે છે, અને નાનકડી વેદી પર ખાસ ચૂંટવામાં આવેલાં સુવાસિત જઈ તેમ જ ગલગોટાના ઢગલા કરીને એના આત્માને અર્પણ કરવામાં આવે છે.
વખતના વીતવા સાથે એ આખાય પ્રદેશમાં મહર્ષિની કીર્તિ ફરી વળી. એને લીધે મંદિરના દર્શને જનારા યાત્રીઓ ઘેર પાછાં ફરતા પહેલાં પર્વત પર જઈને એમના દર્શન માટે લલચાવા લાગ્યા. ભક્તોની સતત વિનતિને મહર્ષિએ હજુ હમણું જ માન્ય રાખેલી અને એમના તથા એમના શિષ્યોના નિવાસસ્થાન તરીકે પર્વતની તળેટીમાં બાંધવામાં આવેલા વિશાળ નવા હાલમાં રહેવાની કૃપા કરવાની સંમતિ આપેલી.
મહર્ષિએ કદી ભોજન સિવાય બીજી કોઈ પણ વસ્તુની માગણી નથી કરી, અને પૈસાને વ્યવહાર કરવાની હંમેશાં ના પાડી છે. બીજી જે કાંઈ વસ્તુઓ એમની પાસે આવી છે તે બીજાએ કરેલા મરજિયાત દબાણને લીધે આવી છે. શરૂઆતનાં વરસો દરમિયાન
જ્યારે એ તદ્દન એકલા રહેતા, અને પિતાની આમિક શક્તિઓની સંપૂર્ણતા માટે જ્યારે એમણે એમની આજુબાજુ મૌન અને એકાંતિકતાની દુભેઘ જેવી દીવાલ તૈયાર કરેલી, ત્યારે પણ હાથમાં ભિક્ષાપાત્ર લઈને ગુફામાંથી બહાર નીકળીને સુધાની વેદનાથી વ્યાકુળ પ્રાણની શાંતિ માટે ગામમાં ફરીને ભિક્ષા માગતાં એ નહોતા અચકાયા. એક ઘરડી વિધવા સ્ત્રીને એમના પર દયા આવવાથી એમને એ નિયમિત રીતે ભિક્ષા આપવા માંડી. પાછળથી એ એમને ગુફાએ જઈને ભિક્ષા પહોંચાડવા લાગી. એવી રીતે એમણે પિતાના મધ્યમવર્ગના ઘરમુખને જે વિશ્વાસપૂર્વક ત્યાગ કર્યો તે વિશ્વાસ એટલે અંશે સાચો ઠર્યો કે એમને પ્રેરિત કરનારી પરમશકિતએ
Page #439
--------------------------------------------------------------------------
________________
૪પ૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એમના આવાસ અને ભોજનને પ્રશ્ન ઉકેલી દીધો. ત્યારથી એમને ભાતભાતની ભેટ આપવામાં આવી છે, પરંતુ એક નિયમરૂપે એમણે એમને અસ્વીકાર કર્યો છે.
એક દિવસ રાતે લૂંટારાની એક ટોળીએ હેલમાં પેસીને ધન હાથ કરવા માટે તપાસ કરી. અનાજની ખરીદીની વ્યવસ્થા સંભાળનાર માણસ પાસેથી એમને થોડાક રૂપિયા મળ્યા. એ સિવાય બીજું કાંઈ જ ન મળ્યું. એ નિરાશાથી ક્રોધે ભરાયેલા લૂંટારાઓએ મહર્ષિને દંડાથી માર માર્યો. એથી એમને સોળ પડ્યા. મહર્ષિએ એમને માર શાંતિથી સહન કર્યો એટલું જ નહિ, પરંતુ ત્યાંથી જતાં પહેલાં એમને જમીને જવાની વિનતિ કરી. એ લેકોને એમણે થોડું ખાવાનું આપ્યું પણ ખરું. એમના હૃદયમાં એમને માટે જરા પણ ધિક્કાર નહોતો. એમના દિલમાં એમના આધ્યાત્મિક અજ્ઞાન માટે માત્ર દયાની લાગણી જ પેદા થઈ. એમણે એ સૌને છૂટથી નાસી જવા દીધા, પરંતુ એકાદ વરસમાં એ બીજે ઠેકાણે કોઈક બીજે ગુને કરતાં પકડાયા, અને એ ગુનાના ઉપલક્ષમાં એમને કડક સજા કરવામાં આવી.
- પશ્ચિમના અધિકાંશ લે કે એવું માનવા પ્રેરાશે કે મહર્ષિનું જીવન નિરર્થક છે. પરંતુ પાર વિનાની પ્રવૃત્તિઓથી ભરેલી આપણી દુનિયામાંથી થોડાક માણસે દૂર ખસી જાય, અને દૂર રહીને આપણે માટે એને કયાસ કાઢે, એ કદાચ આપણે માટે લાભકારક થઈ પડશે. દૂરથી જોનારા રમતને વધારે સારી રીતે જોઈ શકે છે અને કેટલીક વાર એને સાચો ખ્યાલ મેળવી શકે છે. એ પણ સાચું છે કે પિતાની જાતને જીતી ચૂકેલા અરણ્યવાસી સંતપુરુષ સંજોગોના શિકાર બનીને આમતેમ ભટકતા દુન્યવી મૂર્ખ માણસ કરતાં ઊતરતી કેટીના તે ન જ હોઈ શકે.
પ્રત્યેક દિવસે એ મહાપુરુષની મહાનતાના નવાનવા નિદેશે. મળવા માંડ્યા. આશ્રમમાં જુદી જુદી જાતના અનેક લેકે આવતાજતા, તેમાં એક વાર પોતાની જાતની અથવા સંજોગોની ભયંકર
Page #440
--------------------------------------------------------------------------
________________
અરણ્યના આશ્રમમાં
વ્યથાથી વ્યથિત થયેલા એક અત્યરે હાલમાં લથડતી ચાલે આવીને મહર્ષિને ચરણે માથું મૂકીને રડતાં રડતાં પોતાનું દુઃખ ઠાલવ્યુ: મહર્ષિ સ્વાભાવિક રીતે જ શાંત અને એકાંતિક વૃત્તિવાળા હાવાથી, કશું જ ના મેલ્યા. એક દિવસમાં એ જેટલા શબ્દોના ઉચ્ચાર કરતા તેટલા શબ્દે સહેલાઈથી ગણી શકાતા. ખેાલવાને બદલે એમણે એ પીડિત પુરુષ તરફ દષ્ટિને સ્થિર કરી. એને પરિણામે એનું ક્રંદન ધીમે ધીમે ઘટતું ગયુ, અને આખરે બે કલાક પછી વધારે સ્વસ્થતા તથા શક્તિ સાથે એ હોલની બહાર નીકળ્યા.
મને એવું શીખવાસમજવા મળ્યું કે ખીજાને મહર્ષિ આ રીતે જ મદદ પહેાંચાડે છે. પીડિત આત્માઓને આરામ આપનારાં શાંત, સ્થિર, અનાક્રમક પરમાણુએના પસારદ્વારા અથવા એવી અલૌકિક સંક્રમણુશક્તિના પ્રયાગદ્વારા વિજ્ઞાને એક દિવસ એ શક્તિના ખુલાસા કરવા પડશે.
૪૫૭
ખીજી વાર કૅાલેજનું શિક્ષણ પામેલા એક સંસ્કારી બ્રાહ્મણુ એમના પ્રશ્નો સાથે આવી પહેાંચ્યા. મહર્ષિ શાબ્દિક સમર્થન કરશે કે નહિ તે વિશે કાઈ ચાક્કસપણે નહોતું કહી શકતું, કારણકે અનેક વાર એ હેાઠ ઉઘાડચા વગર જ પેાતાના વિચારાની અભિવ્યક્તિ કરતા. પરંતુ એ દિવસે એ વાતચીત કરવાના મિજાજમાં હતા, અને દર વખતની જેમ ગૂઢા થી ભરેલા એમના મુખમાંથી નીકળતાં ઘેાડાંક સંક્ષિપ્ત વાકયોએ એ મુલાકાતીને માટે વિચારાનાં વિવિધ ક્ષેત્રા ખાલી દીધાં.
એક દિવસ હાલમાં દનાર્થીએ ને ભક્તોનેા વિશાળ સમૂહ ખેડે હતા ત્યારે કેાઈએ આવીને સમાચાર આપ્યા કે એ નાનકડા નગરમાં પેાતાની ગુનાખાર પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત થઈ ચૂકેલા એક માણસનું મૃત્યુ થયું છે. તરત જ એના સંબંધી ઘેાડીક ચર્ચા ચાલવા માંડી, અને માનવસ્વભાવની ખાસિયત પ્રમાણે, જુદાજુદા લાકા એના અપરાધોની યાદ કરવા લાગ્યા અને એના ચારિત્ર્યનાં વધારે ભયંકર પાસાંને ણુવા માંડવા, એ બધા ધેાંઘાટ શમી ગયા. ને ચર્ચા સમાપ્તિ
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૫૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં પર પહોંચી ત્યારે મહર્ષિએ પહેલી જ વાર મોઢું ઉઘાડીને કહેવા માંડયું:
હા. પરંતુ એ માણસ દિવસમાં બે કે ત્રણ વાર સ્નાન કરતો અને એવી રીતે ઘણે સાફ રહેતો.”
એક ખેડૂત અને એનાં કુટુંબીજને તેથી વધારે માઈલની મુસાફરી કરીને મહર્ષિનાં દર્શન માટે આવી પહોંચ્યા. ખેડૂત એકદમ અભણ હતો, એના રોજિંદા કામમાં રત રહે, અને ધાર્મિક ક્રિયાઓ તથા પૂર્વજોના જમાનાથી ચાલ્યા આવતા વહેમોમાં રસ લેતા. એણે કોઈની પાસેથી સાંભળેલું કે અરુણાચલ પર્વતની તળેટીમાં મનુષ્યરૂપે ભગવાન વાસ કરે છે. મહર્ષિને ત્રણ વાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને એ જમીન પર શાંતિથી બેસી ગયો. એને દઢ વિશ્વાસ હતો કે એ પ્રવાસને પરિણામે એને કઈક આશીર્વાદ મળશે કે એનું નસીબ ઊઘડી જશે. એની પત્ની ભારે ટાપૂર્વક આવીને એની પાસે નીચે જમીન પર બેસી ગઈ. એણે ગરદનથી પગની ઘૂંટી સુધી ફેલાયેલો ને કમરે દબાવેલો જાંબુડી રંગને ઝર્ભે પહેરેલો. એને સુંવાળો સુંદર કેશરાશિ સુગંધીદાર તેલથી મઘમઘતો હતો. એ એક સુંદર છોકરી હતી અને એના ઝાંઝરની ઘુઘરી એ હોલમાં પ્રવેશી ત્યારે તાલબદ્ધ રીતે વાગવા માંડેલી. એણે એ પ્રદેશની પ્રથા પ્રમાણે એના અંબેડા પર સફેદ ફૂલ ખસેલું હતું.
એ નાનકડું કુટુંબ ભાગ્યે જ કશું બોલ્યા વગર મહર્ષિની સામે મીટ માંડીને બેસી રહ્યું. એમની હાજરી માત્રથી જ એમની આત્મિક શ્રદ્ધામાં વધારો થતો હોય, એમને લાગણીજન્ય સુખ મળતું હોય, અને એ બધાથી વધારે વિચિત્ર તો એ કે એમની માન્યતાઓમાં એમને વિશ્વાસ અભિનવ બનતું હોય એવું સાફ સાફ જોઈ શકાયું. મહર્ષિ બધા જ સંપ્રદાયોને સરખા માનતા, એ સૌને એક મહાન લેટેત્તર અનુભવના પ્રત્યક્ષ અને પ્રામાણિક આવિકારરૂપ સમજતા, તેમ જ ઈશુને, કૃષ્ણને, એકસરખું માન આપતા.
મારી ડાબી બાજુએ પંચોતેર વરસના એક ડોસા બેઠેલા. એમના મેંમાં નાગરવેલના પાનને ડૂચા હતા, હાથમાં એક સંસ્કૃત
Page #442
--------------------------------------------------------------------------
________________
અરણ્યના આશ્રમમાં
૪૫૯
પુસ્તક હતું, અને એના મોટા અક્ષરો પર એમની ભારે પિપચાંવાળી આંખે એકતાર બનીને ફરી રહી હતી. એ બ્રાહ્મણ હતા અને ઘણું વરસો સુધી મદ્રાસની બાજુમાં સ્ટેશનમાસ્તર તરીકે કામ કરી ચૂકેલા. સાઠ વરસની વયે, એમની પત્નીના મૃત્યુ પછી તરત જ એ રેલ્વેની નેકરીમાંથી નિવૃત્ત થયેલા. કુદરતે આપેલા એ અવસરને લાભ લઈને એમણે લાંબા વખતથી મુલતવી રાખેલી ભાવનાઓની પૂર્તિ કરવા માંડી, પિતાને પૂર્ણપણે પ્રભાવિત કરી શકે એવા ઉપદેશ અને વ્યક્તિત્વવાળા મહાપુરુષની શોધ કરવાની કામનાથી એમણે ચૌદ વરસ સુધી સમસ્ત દેશની યાત્રા કરીને સંતે, યોગીઓ અને મહાત્માઓની મુલાકાત લીધી. એમણે ત્રણ વખત ભારતને પ્રવાસ કર્યો, તે પણ એવા ગુરુ કે મહાપુરુષ ના મળ્યા. એમનું વ્યક્તિગત ધોરણ દેખીતી રીતે જ ઘણું ઊંચું હતું. અમે સાથે બેસીને અમારા અનુભવોની આપલે કરી ત્યારે એ એમની નિષ્ફળતાને અફસોસ કરવા માંડ્યા. એમને કરચલી પડેલે, ખડબચડે, પ્રામાણિક ચહેરે મને સ્પર્શી થયે. એ કઈ બુદ્ધિવાદી માણસ નહતા. પરંતુ સાદા અને આંતરપ્રેરણું પ્રમાણે ચાલનારા હતા. એમના કરતાં મારી ઉંમર ઘણી નાની હોવાથી, એ વૃદ્ધ પુરુષને થેડીક સારી શિખામણ આપવાની મેં મારી ફરજ માની ! એના સમર્થનરૂપે એમણે મને એમના ગુરુ બનવાની વિસ્મયકારક વિનતિ કરી !
તમારા ગુરુ દૂર નથી.” મેં એમને જણાવ્યું અને સીધા જ મહર્ષિ પાસે લઈ ગયો. મારી સાથે સંમત થતાં અને મહર્ષિના ઉત્સાહી શિષ્ય બનતાં એમને વધારે વખત ના લાગે.
બીજા હોલમાં ચશ્માંવાળા, રેશમી કપડાં પહેરેલા, સમૃદ્ધિશાળી દેખાતા એક બીજા સજજન બેઠેલા હતા. એ એક ન્યાયાધીશ હતા અને વેકેશનને લાભ લઈને મહર્ષિનાં દર્શને આવેલા. એ એક ખાસ શિષ્ય અને મોટા પ્રશંસક હતા, અને વરસમાં ઓછામાં ઓછું એક વાર તે ત્યાં આવતા જ. એ સંસ્કારી, સુધરેલા, સુશિક્ષિત સ ગૃહસ્થ ગરીબ, કમર સુધીનાં ઉઘાડાં અંગવાળા, તેલ ચોળેલા, વાર્નિશ
Page #443
--------------------------------------------------------------------------
________________
४६०
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
કરેલા કાળા કાષ્ટ જેવી ચળકતી ચામડીવાળા, તામિલોના ટોળા સાથે કઈ પણ પ્રકારના ભેદભાવ વગર બેસી રહેતા. એમને એકઠા કરનારી, જાતિનાં અસહ્ય ક્ષુલ્લક બંધનોને નાશ કરનારી, અને એમની વચ્ચેની એકતાને જગાવનારી વસ્તુ કઈ હતી ? એ વસ્તુ બીજી કોઈ જ નહોતી પણ ઊંડી પ્રતીતિ હતી કે સાચું જ્ઞાન થાય છે ત્યારે કૃત્રિમ ભેદભાવને અંત આવે છે. એ વસ્તુને લીધે જ જૂના જમાનાના રાજા અને રાજકુમારો દૂરદૂરથી અરણ્યવાસી ઋષિઓની સલાહ લેવા આવતા હતા.
એક યુવતીએ સરસ પિશાકવાળા શિશુ સાથે હેલમાં પ્રવેશ કર્યો અને મહર્ષિને ભારે પૂજ્યભાવપૂર્વક પ્રણામ કર્યા. એ વખતે જીવનના કેટલાક જટિલ પ્રશ્નોની ચર્ચા ચાલતી હોવાથી એ શાંતિથી બેઠી, અને બૌદ્ધિક વાતચીતમાં ભાગ લેવાનું સાહસ ન કર્યું. હિંદુ સ્ત્રીઓને માટે વિદ્દ ના અલંકારરૂપ નથી મનાતી, એટલે ઘરગથ્થુ વિષય ને પાકશાસ્ત્રની સીમાની બહારનું એનું જ્ઞાન ઘણું ઓછું હોય છે. છતાં એને કઈ સાચેસાચી મહાનતાને સંપર્ક થાય છે ત્યારે તે મહાનતાને એ સમજી શકે છે.
સાંજ પડતાં હોલમાં જાહેર સમૂહધ્યાનને કાર્યક્રમ શરૂ થતા. એના સમયની સૂચના આપતાં મહર્ષિ લગભગ રોજ બીજાને ખબર પણ ન પડે તેવી સહજ રીતે એમની સમાધિદશામાં પ્રવેશ કરતા.
એ દશામાં એ બહારની દુનિયામાંથી ઈદ્રિયોનાં દ્વારને બંધ કરી દેતા. મહર્ષિના શક્તિસંચારક સાંનિધ્યમાં રોજ કરવામાં આવતી ધ્યાનની સાધનાને લીધે મને સમજાયું કે મારા વિચારને અંદર કેવી રીતે વાળવા અને કેવી રીતે વિલીન કરી દેવા. એમના આત્મિક પ્રકાશના પુંજમાંથી નીકળતા તેજસ્વી કિરણથી અંતરને અજવાળ્યા વિના કે આત્માને પ્રકાશિત કર્યા વિના એમની સાથે સતત અથવા વારંવારના સંપર્કમાં રહેવાનું અશક્ય હતું. ધ્યાનની એ નીરવ શાંતિની ક્ષણેમાં મને અવારનવાર ભાન થવા માંડ્યું કે મારા મનને એ એમના પિતાના વાયુમંડળ તરફ ખેંચી રહ્યા છે, અને એવે વખતે
Page #444
--------------------------------------------------------------------------
________________
અરણ્યના આશ્રમમાં
૪૬૧
જ મને સમજાયું કે એ મહાપુરુષના ઉદ્ગારે કરતાં એમના મૌનનું મહત્વ કેમ વધારે છે. એમની સ્વાભાવિક નીરવ શાંતિ અને મૌનવૃત્તિ એમની વિરાટ શક્તિ કે સિદ્ધિના પરિણામરૂપ હતી. એ શક્તિ વખરી વાણી કે કઈ પણ પ્રકારની પ્રત્યક્ષ પ્રવૃત્તિના માધ્યમ વિના પણ માણસને મોટી અસર પહોંચાડી શકતી હતી. કેટલીક ક્ષણમાં એમના એ સામર્થ્યને અનુભવ હું એટલા મોટા પ્રમાણમાં કરી શકતો કે મને થતું કે એ એક મોટામાં મોટી હલચલ પેદા કરનારે. આદેશ જ છેડે તે હું એને તરત જ માથે ચડાવી દઉં. પરંતુ મહર્ષિ પિતાના અનુયાયીઓને ગુલામ બનાવવામાં અને આજ્ઞાપાલનના બંધનમાં બાંધી રાખવામાં નહોતા માનતા. એ પ્રત્યેકને કર્મ કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા પ્રદાન કરતા. એ બાબતમાં મને ભારતમાં મળેલા મોટા ભાગના ઉપદેશકે અને યોગીઓથી એ તદ્દન અને ખા તથા જુદા તરી આવતા હતા. મારી પ્રથમ મુલાકાત દરમિયાન એમને આપેલા અનેક મઘમ ઉત્તરોમાં એમણે જે પદ્ધતિને નિર્દેશ કરેલો તે પદ્ધતિ પ્રમાણે મેં મારું ધ્યાન કરવા માંડયું. હું મારા સ્વરૂપને વિચાર કરવા લાગ્યો.
હા, માંસ અને લેહીથી ભરેલું આ શરીર છું ?
બીજા માણસથી મને જુદો પાડતી લાગણી, વિચારો તથા મન હું છું ?
અત્યાર સુધી એ પ્રશ્નોના ઉત્તરે માણસે સ્વાભાવિક રીતે તથા કોઈ પણ પ્રકારના સંશય વગર હકારમાં જ આપ્યા છે; પરન્તુ મહર્ષિએ એ ઉત્તરને એવા ને એવા રૂપમાં સ્વીકારી ના લેવાની ચેતવણી આપેલી. છતાં કોઈ જાતને વ્યવસ્થિત ઉપદેશ આપવાની એ ના પાડતા. એમના સંદેશને નિષ્કર્ષ આ હતો:
છું, એની શોધ સતત રીતે કરતા રહે. તમારા સમસ્ત વ્યક્તિત્વનું પૃથક્કરણ કરે. હું વિચાર ક્યાંથી શરૂ થાય છે તે શોધી કાઢવાને પ્રયાસ કરે. તમારી ધ્યાનની સાધનામાં
Page #445
--------------------------------------------------------------------------
________________
४६२
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
લાગ્યા રહો. એક દિવસ વિચારનું ચક્ર ધીમું પડશે અને અદ્ભુત અંતઃ પ્રેરણાને આવિર્ભાવ થશે. એ અંતઃ પ્રેરણાને અનુસરે, વિચારો બંધ કરો, અને એની મદદથી આખરે તમે બેયની પ્રાપ્તિ કરી લેશે.
હું મારા વિચારો સાથે દરરોજ સંઘર્ષ કરતો તથા મનના ઊંડાણમાં પ્રવેશવાને ધીમી ગતિએ પ્રયાસ આદરતે. મહર્ષિના સુખદ સાન્નિધ્યમાં મારા ધ્યાનની અને આત્મચિંતનની સાધના ઉત્તરોત્તર ઓછા પરિશ્રમવાળી તેમ જ અધિક અસરકારક બનતી ગઈ. મારી ઉત્કટ આકાંક્ષા તથા મને માર્ગદર્શન મળી રહ્યું છે એવી ભાવના મારા સતત રીતે થઈ રહેલા પ્રયત્નોને પ્રેરણા પાડતી રહી. એ અસાધારણ સમય પણ આવી જતે જયારે હું સ્પષ્ટ રીતે અનુભવી શકત કે મહર્ષિની અદષ્ટ શક્તિ મારી મનોવૃત્તિ પર મજબૂત રીતે કાબૂ જમાવી રહી છે. એના પરિણામ રૂપે માનવમનને વીંટી વળેલા આત્માના ગુપ્ત પ્રદેશમાં હું વધારે ઊંડો ઊતરતે.
દરરોજ સાંજે હોલ ખાલી થઈ જતો, કેમકે મહર્ષિ, એમના શિષ્ય તથા મુલાકાતીઓ ભોજનખંડમાં જમવા માટે છૂટા પડતા હું આશ્રમનું ભોજન ન લેતા, તથા મારું પોતાનું ભોજન તૈયાર કરવાની ચિંતા પણ ન કરતો. એટલે મોટે ભાગે હૉલમાં એક રહીને એમના પાછા ફરવાની રાહ જોતે. આશ્રમના ભોજનની એક વાનગી મને આકર્ષક અને સ્વાદિષ્ટ લાગતી અને તે દહીં. મારી એને માટેની રુચિની મહર્ષિને ખબર હોવાથી એ રસોઈયાને કહીને રોજ રાતે એને એકાદ પ્યાલે મને મોકલી આપતા.
એમને પાછા આવ્યા પછી આશરે અડધા કલાકે આશ્રમના સાધકેએ અને આશ્રમમાં રહી ગયેલા મુલાકાતીઓએ ચાદરે અથવા પાતળી સુતરાઉ કામળીઓ ઊંટીને હેલની ફરસબંધીવાળી જમીન પર લંબાવ્યું. મહર્ષિએ પતે એમના કોચની પથારી કરી. એમના વિશ્વાસુ સેવકે એમને શરીરે તેલ લગાડીને ચંપી કરી, અને પછી એ સફેદ ચાદર ઓઢીને સૂઈ ગયા.
Page #446
--------------------------------------------------------------------------
________________
અરણ્યના આશ્રમમાં
४६३
હું હાથમાં ફાનસ સાથે હેલમાંથી બહાર નીકળીને મારી ઝૂંપડી તરફ એકલે ચાલી નીકળ્યા. બગીચાના કંપાઉન્ડમાં ફૂલે, વૃક્ષો ને છોડવાઓ પર અસંખ્ય આગિયાએ ઊડી રહ્યા હતા. એક વાર હું રેજ કરતાં બેથી ત્રણ કલાક મેડે પડ્યો અને મધરાતને સમય પાસે હતું ત્યારે એ અને ખાં જંતુઓના અલૌકિક પ્રકાશનું મેં દર્શન કર્યું. મારે આગળ જતાં જેમાંથી પસાર થવું પડતું તે ગીચ ઝાડી તથા થરમાં પણ એ અવારનવાર એટલા જ મોટા પ્રમાણમાં જોવા મળતાં. અંધકારમાં ચાલતી વખતે વીંછી કે સાપ પર પગ ન પડી જાય તેનું પણ ધ્યાન રાખવું પડતું. કઈ કઈ વાર તે ધ્યાનને પ્રવાહ મારા પર એટલા બધા મોટા પ્રમાણમાં પ્રભાવ જમાવતો કે એને રોકવાની શક્તિ કે ઈચ્છા મારામાં ન રહેતી. એને લીધે ફાનસના પ્રકાશવાળી નાનકડી કેડી પર ચાલતી વખતે મારે થોડુંક ધ્યાન આપવું પડતું. એવી રીતે સંભાળપૂર્વક ચાલીને હું મારી સાધારણ ઝૂંપડીએ આવી પહોંચ્યો, એનું ભારે, સખત અથવા મજબૂત બારણું બંધ કર્યું અને અરણ્યનાં અનિરછનીય હિંસક પ્રાણીઓથી બચવા માટે કાચ વગરની બારીઓ વાસી દીધી. એ પહેલાં મેં ઝાડીમાંથી પસાર થતા રસ્તાની એક બાજુએ ઊભેલાં તાડવૃક્ષોના સમૂહ તરફ છેલ્લી નજર નાખી લીધી. એમની એકમેકની અંદર ગૂંથાયેલી હોય એવી, પીંછાંની યાદ આપતી, ટોચ પર રૂપેરી ચાંદનીના પ્રવાહે પડી રહ્યા હતા.
Page #447
--------------------------------------------------------------------------
________________
૧૭ ભુલાયેલા સત્યની ઝાંખીઓ
એક દિવસ બપોર પછી એક નવા મુલાકાતીએ હોલમાં મક્કમ ચાલે, મોભાદાર પગલે પ્રવેશ કર્યો અને મહર્ષિના કાચની તદન પાસે પોતાની બેઠક લીધી. એમની ચામડી અતિશય કાળી હતી. પરંતુ એને બાદ કરતાં એમની મુખાકૃતિ ખૂબ જ સંસ્કારી લાગી. એમણે બોલવાનો પ્રયત્ન ન કર્યો, છતાં મહર્ષિએ એમના સ્વાગતમાં તરત જ સ્મિત કર્યું.
એ પુરુષના વ્યક્તિત્વને પ્રભાવ મારા પર ઘણો મોટો પડયો. એ પથ્થરમાં કરેલા બુદ્ધ જેવા લાગવા માંડ્યા. એમના ચહેરા પર અસાધારણ શાંતિ છવાયેલી હતી. આખરે અમારી આંખ એક થઈ ત્યારે એ મારી તરફ લાંબા વખત સુધી તાકી રહ્યા. મેં અસ્વસ્થ બનતાં મારી દષ્ટિ ફેરવી લીધી. બપોર પછીના સમસ્ત સમય દરમિયાન એ એક શબ્દ પણ ન બોલ્યા.
બીજે દિવચે એકદમ અણધારી રીતે મને એમને મેળાપ થયો. મારો નેકર રાજુ શહેરમાં થોડી ખરીદી કરવા ગયેલો, એટલે હૉલમાંથી બહાર નીકળીને હું ચા બનાવવા મારા ઉતારા પર આવી પહોંચ્યો. બારણું ઉઘાડીને ઉંબરા પર પગ મૂકવા ગયો ત્યાં જ મેં જોયું કે જમીન પર કશુંકે ચાલવા માંડ્યું અને મારા પગથી થોડાક ઈંચને અંતરે આવીને ઊભું રહ્યું. એની ચંચલ વાંકી ચાલ તથા આછા સુસવાટા પરથી હું જોયા પહેલાં જ અનુમાન કરી શક્યો કે
Page #448
--------------------------------------------------------------------------
________________
ભુલાયેલા સત્યની ઝાંખીએ.
૪૬૫
ઓરડામાં સાપ છે. એ વખતે મારી તદ્દન નજદીક આવી પહોંચેલા મૃત્યુમાંથી છૂટવાના વિચારે મને એટલો બધો ભયભીત કરી મૂક્યો કે મારે શું કરવું તેની મને જરાય સમજ ન પડી. સાપની સામે હું મંત્રમુગ્ધ બનીને જોઈ રહ્યો. છતાં મને એને ભય તેમ લાગે જ. મારા જ્ઞાનતંતુઓ અતિશય અસ્વસ્થ બની ગયા. મારા અંતરના ઊંડાણમાં ભય તથા ગમગીનીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું. તે પણ એ પ્રાણીના સુંદર આકારવાળા મસ્તક તરફ મેં જોયા કર્યું. એની આકસ્મિક મુલાકાતને લીધે હું ખળભળી ઊડ્યો. પિતાની ફણાને મજબૂત ગરદન પર ઉઠાવીને તથા અમંગલ આંખને મારી તરફ સ્થિર કરીને એ દુષ્ટ પ્રાણીએ મને જોવા માંડયો.
આખરે મેં મારી વૃત્તિને પાછી વાળી, અને ઉતાવળે પાછો ખસી ગયો. સાપની કરેડને તોડવા એક દંડે લેવા હું બહાર જવાને વિચાર કરવા માંડયો ત્યાં જ ગઈ કાલના પેલા નવા મુલાકાતીની આકૃતિ મારી નજરે પડી. સાંસ્કારિતા ને ગૌરવની ઝલકવાળી એમની ઉમદા મુખાકૃતિ જોઈને મને થેડીક શાંતિ થઈ. એ મારા રહેઠાણ પાસે આવ્યા, પરિસ્થિતિને દૃષ્ટિપાત કરતાં જ સમજી ગયા અને કઈ પણ પ્રકારની અસ્વસ્થતા વિના ઓરડામાં પ્રવેશવા માંડ્યા. મેં એમને ચેતવણી આપી; પરંતુ એમણે એને લક્ષમાં ન લીધી. ફરી મારું મન ખળભળી ઊઠયું. કારણકે એમની પાસે કઈ હથિયાર નહોતું અને એ છતાંય એમણે એમના બંને હાથ સાપ તરફ ઊંચા
કરેલા
એની પાતળી ને લાંબી જીભ એના ખુલા મોઢામાં ફરવા લાગી, પરંતુ એણે એમના પર આક્રમણ કરવાનો પ્રયાસ ન કર્યો. એ વખતે મારો અવાજ સાંભળીને જળાશયમાં સ્નાન કરનારા બે માણસે ઝૂંપડી પાસે દોડી આવ્યા. એ અમારી પાસે આવ્યા તે પહેલાં તે એ અજાણ્યા મુલાકાતી સાપની તદ્દન પાસે જઈને ઊભા રહ્યા, એટલે સાપે એમની આગળ એનું માથું નમાવ્યું, તથા એમણે એની પૂંછડી પર ધીમેથી હાથ ફેરવ્યો !
Page #449
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ખીજા બે માણસા આવી પહેાંચ્યા ત્યાં સુધી સાપના સુંદર પરંતુ ઝેરી મુખની ભયંકર હલચલ ચાલુ હતી. પરંતુ પછીથી સાપે જાણે પાતાની જાતને સંભાળી લેવા ધાયું હોય તેમ, ત્વરિત વાંકી ચાલે ચાલવા માંડયું, અને ચાર મનુષ્યેાની આગળથી ઝડપથી પસાર થઈને, ઝૂંપડીમાંથી બહાર નીકળીને, જંગલના સલામત આશ્રયસ્થાન તરફ પ્રયાણ કર્યું.
• એ એક નાના ઝેરી સાપ છે.’ પાછળથી આવનાર એક ભાઈએ ઉદ્ગાર કાઢવા : એ ભાઈ નગરના એક પ્રતિષ્ઠિત વેપારી હતા, અને મહર્ષિના દર્શનની અથવા મારી સાથે વાર્તાલાપ કરવાની
૪૬૯
ઈચ્છાથી અવારનવાર આવ્યા કરતા.
પેલા મહાપુરુષે જે નિર્ભયતાથી સાપની સાથે કામ લીધેલું એ નિર્ભયતાના ઉલ્લેખ કરીને મેં આશ્ચર્ય વ્યક્ત કર્યુ. મે... વિશેષ સ્પષ્ટીકરણ કરવાની વિનંતિ કરી ત્યારે વેપારીએ ઉત્તર આપ્યા :
• એ યાગી રામૈયા છે. એ મહર્ષિના સૌથી આગળ વધેલા શિષ્યામાંના એક છે. એક અસાધારણ પુરુષ ! ’
ચેાગી રામૈયાની સાથે વાતચીત કરવાનું શકય નહેતું. એનું એક કારણ એ કે એમની માતૃભાષા તેલુગુ હતી, અને ખીજુ` કારણુ એ હતું કે પેાતાની સાધનાના એક આવશ્યક અભ્યાસક્રમરૂપે એ સખત મૌનવ્રતનું પાલન કરી રહ્યા હતા. એમના અંગ્રેજી સાથેને સંપ મારા તેલુગુ સાથેના સંપ જેટલા જ મર્યાદિત હતા. એટલે કે જરા પણ નહોતા. મને એમ પણ જાણવા મળ્યું કે એ બીજાથી એકદમ અલગ રહે છે, અને એક નિયમરૂપે આશ્રમમાં આવતાજતા બીજા મનુષ્યાના સમાગમમાં નથી આવતા; દસ વરસથી એ મહર્ષિના શિષ્ય છે; તથા તળાવની પેલી તરફની ભેખડની છાયામાં એમણે બાંધેલા પથ્થરના નાના આશ્રયસ્થાનમાં વાસ કરે છે. અમારી વચ્ચેનું અંતર થાડા વખતમાં જ દૂર થયું. પિત્તળના ઘડા લઈને એ જળાશયે પાણી ભરવા આવેલા ત્યારે મારે એમને
Page #450
--------------------------------------------------------------------------
________________
ભુલાયેલા સત્યની ઝાંખી
૪૬૭
મળવાનું થયું. એમની કાળી, રહસ્યમય પરંતુ માયાળુ મુખાકૃતિએ મને ફ્રી આકર્ષિત કર્યાં. મારા ખિસ્સામાં કૅમેરા હેાવાથી મેં એમને હાવભાવ કરીને એમનેા ફોટા પડાવવાની પ્રાર્થના કરી. એમણે કાઈ જાતના વિરોધ ન કર્યાં. ફાટા પડાવ્યા પછી એ મારી પાછળ મારે તારે આવ્યા. ત્યાં અમને મારા બારણાની બહાર બેઠેલા અને મારા આગમનની રાહ જોતા ભૂતપૂર્વ સ્ટેશનમાસ્તરના મેળાપ થયા.
એને પરિણામે મને જણાયું કે એ વયેવૃદ્ધ સ્ટેશનમાસ્તરને તેલુગુ ભાષા પરના અધિકાર અંગ્રેજી ભાષા પરના અધિકાર જેટલા જ ઊંચા છે. એ અમારી વચ્ચે દુભાષિયા તરીકે કામ કરવા તૈયાર થયા, અને મૌખિક રીતે ખાલી બતાવવાને બદલે એમણે પેનસિલથી નોંધ કરવાનું સ્વીકાર્યું. યાગી રામૈયા ખાસ વાચાળ નહેાતા. એમની સાથે કાઈ સવાલજવાબ કરે એ એમને નહેાતું ગમતું. છતાં એમના સંબંધી થાડીક વધારે હકીકતા કઢાવવામાં મને સફળતા મળી.
રામૈયા હજુ ચાળીસેક વરસના હતા. નેલેાર જિલ્લામાં એ ઘેાડીક જમીન જેવી સપત્તિ ધરાવતા હતા. એમણે વિધિપૂર્ણાંક સંસારત્યાગ કર્યો નહાતા તાપણુ, એમની સંપત્તિની વ્યવસ્થાનુ કામ એમના કુટુંબને સેાંપેલું. એથી એ યેગસાધનાની પાછળ વધારે વખત વ્યતીત કરી શકતા હતા. નેલોરમાં એમનું પેાતાનુ` ભક્તમંડળ હોવા છતાં, દર વરસે એક વાર એમને છેડીને એ મહર્ષિને મળવા આવતા અને એમની સાથે બેથી ત્રણ મહિના પસાર કરતા.
યુવાનીના દિવસેામાં યોગવિદ્યા શીખવનાર ગુરુની શેાધ કરવાની ઇચ્છાથી પ્રેરાઈને એમણે દક્ષિણ ભારતની સફર કરેલી. જુદાજુદા ગુરુએ પાસેથી સાધના શીખીને એમણે કેટલીક અસાધારણુ અપવાદરૂપ શક્તિ ને સિદ્ધિઓના વિકાસ કરેલો. પ્રાણાયામ તથા ધ્યાનને અભ્યાસ એમણે સહેલાઈથી હસ્તગત કર્યાં. એ એમના ગુરુઓ કરતાં પણ આગળ વધી ગયા, કારણકે એમને થયેલા અનુભવાતે એ સંતાષકારક રીતે ન સમજાવી શકયા. એના પરિણામરૂપે આખરે એ
Page #451
--------------------------------------------------------------------------
________________
ક૬૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
મહર્ષિ પાસે આવી પહોંચ્યા. એમણે એમને તરત જ સાચો ખુલાસો પૂરે પાડ્યો અને એમના આગળના અભ્યાસમાં મદદ કરી.
યોગી રામૈયાએ મને જણાવ્યું કે પોતાના અંગત નેકરને લઈને બે મહિના માટે પોતે અહીં રહેવા આવ્યા છે, અને પૂર્વની પ્રાચીન યોગવિદ્યામાં એક પશ્ચિમવાસીને રસ લેતા જોઈને એમને ખરેખર આનંદ થાય છે. મેં એમને એક સચિત્ર અંગ્રેજી માસિક બતાવ્યું. એમણે એના એક ચિત્રની વિચિત્ર આલોચના કરતાં કહેવા માંડયું :
પશ્ચિમના તમારા ડાહ્યા પુરુષે એમની પાસેનાં એન્જિનથી વધારે ઝડપી ગતિથી દોડનારાં એજિનેને બનાવવા પ્રયત્નો કરવાનું છોડી દેશે અને જયારે એમના પિતાના સ્વરૂપમાં ડોકિયું કરશે, ત્યારે તમારી પ્રજાને વધારે સાચું સુખ સાંપડી શકશે. વધારે વેગથી પ્રવાસ કરવામાં મદદરૂપ થનારી પ્રત્યેક વસ્તુની શોધ દરમિયાન અથવા એવી શોધ પછી તમારી પ્રજા વધારે સંતોષી બને છે એવું તમે કહી શકે છે ખરા ?”
એ છૂટા પડ્યા તે પહેલાં મેં એમને પેલા સાપ વિશે પૂછી જોયું. એમણે સ્મિત સાથે બેકાળજીથી લખીને ઉત્તર આપ્યા :
મને કેને ભય છે ? મારા હૃદયમાં સઘળા જીવો પ્રત્યેને. પ્રેમ લઈને કોઈ પણ જાતના ધિકકાર વિના હું એની પાસે ગયેલો.” ' ક૯પી લીધું કે યોગીના શબ્દોની પાછળ, એમના ડાક લાગણીપ્રધાન સ્પષ્ટીકરણથી સમજાય છે તેના કરતાં કાંઈક વિશેષ રહસ્ય સમાયેલું છે, પરંતુ વધારે પૂછપરછ કરવાનું મુલવતી રાખીને મેં એમને જળાશય પાસેના એમના એકાંત આશ્રયસ્થાન તરફ જવા દીધા.
યોગી રામૈયા સાથેની મારી એ પ્રથમ મુલાકાત પછીનાં અઠવાડિયા દરમિયાન, હું એમને જરા વધારે સારી રીતે ઓળખતે થયે. મારા નિવાસસ્થાનની આસપાસના નાનકડા મેદાનમાં, જળાશયની બાજુમાં, કે એમના પિતાના મકાની બહાર પણ, અમે
Page #452
--------------------------------------------------------------------------
________________
ભલાયેલા સત્યની ઝાંખીઓ
४६८
અવારનવાર મળતા રહ્યા. એમને દૃષ્ટિકોણમાં કશુંક એવું હતું જે મારા સ્વભાવ સાથે મેળ ખાતું હતું, પરંતુ એમની કાળી મોટી આંખમાં જે શાંતિ હતી એ અત્યંત આકર્ષક હતી અને એમની પિતાની હતી. અમારા બંનેની વચ્ચે એક વિચિત્ર પ્રકારની મિત્રતા પેદા થઈ. એક દિવસ મારા માથા પર ટપલી મારીને મારા હાથને એમના હાથમાં દબાવીને, એમણે મને આશીર્વાદ આપે ત્યારે એ મિત્રતા પરાકાષ્ઠાએ પહોંચી ગઈ. અમારા સમસ્ત સમાગમ દરમિયાન, પેિલા વૃદ્ધ પુરુષે મારે માટે જેમનું ભાષાંતર કરેલું એવી તેલગ ભાષાની પેનસિલથી ટપકાવેલી થેડી નેંધો સિવાય એક અક્ષર પણ નહોતો બોલાય. છતાં હું અનુભવવા માંડ્યો કે મારી અને રામૈયાની વચ્ચે કેઈથી કદીય ન તોડી શકાય એવું કશુંક બંધાઈ રહ્યું છે. જંગલના વિસ્તારોમાં હું એમની સાથે અવારનવાર ફરવા જતા, અને એકાદ બે વાર તે અમે ભારેખમ શિલાઓ આગળથી પસાર થતાં પર્વતની તળેટી પર ચઢવાને શ્રમ કરેલું. પરંતુ અમે ત્યાં
જ્યાં જતા ત્યાં એમની આકૃતિ હંમેશાં શાંત ને ગૌરવભરી રહેતી. અને એમના ઉમદા સહવાસની પ્રશસ્તિ કર્યા સિવાય મારાથી ન રહેવાતું.
ગમે તેમ પણ, વધારે વખત વીતે તે પહેલાં તો મને એમના અસાધારણ સામર્થ્યને એક બીજે આશ્ચર્યજનક પર જોવા મળ્યો. મને એક અતિશય ખરાબ સમાચાર આપતો પત્ર મળેલો. એને અર્થ મને સમજાય ત્યાં સુધી એ હતો કે મારી આર્થિક મદદ પર થોડા વખતમાં એ મેટો કાપ મુકાશે કે મારે મારું ભારતમાં રહેવાનું ટૂંકાવવું પડશે. મહર્ષિના આશ્રમમાં એમના શિષ્યદ્વારા કરાતા આતિથ્યને લાભ મને લાંબા વખત સુધી મળી શકે તેમ હતું, પરંતુ એવી સ્થિતિ મારા સ્વભાવની ખાસિયતની તદ્દન વિરુદ્ધ હતી. અને એ આખીયે વસ્તુનું નિરાકરણ મારા પ્રત્યેના કેટલાક ઉપકારને પરિણામે થઈ શક્યું. એ ઉપકારને બદલે વાળવાની મારી
ભા. આ. ૨. ખો. ૩૦
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૭૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં ફરજ છે એ હું સમજી શક્યો, અને એ બદલે પશ્ચિમમાં જઈને મારી પ્રવૃત્તિઓને પ્રારંભ કરવાથી જ વાળી શકાય તેમ હતો.
એ સમાચાર હું જે માનસિક અને આધ્યાત્મિક તાલીમ લઈ રહ્યો હતો એની સર્વોત્તમ કસોટીરૂપ હતા, અને મારી શકિતસામગ્રી એટલી બધી અલ્પ હતી કે એ કસોટીમાંથી હું ભારે નામોશી સાથે બહાર આવ્યું. હું એકદમ હાલી ઊઠયો. મહર્ષિની સાથે હોલને રજને આંતરિક સંબંધ મારાથી ન થઈ શક્યો, અને પરિણામે એમની ટૂંકી મુલાકાત પછી હું ઉતાવળમાં બહાર નીકળે. દિવસના શેષ સમય દરમિયાન, હું કાંઈક હતાશ બનીને, અને એક જ ફટકાથી માણસની બધી યોજનાઓને ઊલટસૂલટ કરી દેનારા પ્રારબ્ધના કચડી નાખનારા પરિબળની સામેને શાંત બળવાખોર થઈને, આમતેમ રખડવા લાગ્યો.
મારા ઉતારા પર પાછી ફરીને મેં મારા થાકલા શરીરને અને એથી પણ વધારે થાકેલા મનને કામળા પર નાખી દીધું. મને એક જાતનું ઊંડું દિવાસ્વપ્ન આવ્યું હોય એવો ભાસ થયે, કારણકે એકાદ ક્ષણ પછી બારણુ પર પડતા ધીમા ટકેર સાંભળીને હું ઊભે થઈને આગળ વધ્યો. આગંતુકને મેં અંદર આવવાની સૂચના કરી. બારણું ધીમેથી ઊઘડયું, અને મારા આશ્ચર્ય વચ્ચે રામૈયાએ ઓરડામાં પ્રવેશ કર્યો.
રામૈયા નીચે બેઠા એટલે હું પણ એમની સામે બેસી ગયા. એ મારી સામે આતુરતાપૂર્વક જોવા માંડ્યા. એમની આંખમાં પ્રશ્નાર્થ ને ભાવ હતો. હું એક એવા પુરુષ સાથે એકલે બેઠો જેમની ભાષા બોલવાનું મારે માટે શક્ય નહોતું અને જે અંગ્રેજીનો એક શબ્દ પણ નહોતા બોલી શકતા. છતાં એમને માટે એકદમ અપરિચિત એવી મારી ભાષામાં એમને સંબોધવાની અવનવી લાગણી મારામાં પેદા થઈ. એની પાછળ એવી વિચિત્ર ધારણ સમાયેલી હતી કે એ મારા શબ્દો નથી સમજી શકતા, પરંતુ મારા વિચારો તો સમજી શકશે જ ! એને લીધે, થોડાંક આવેશયુક્ત વાક્યોમાં,
Page #454
--------------------------------------------------------------------------
________________
ભુલાયેલા સત્યની ઝાંખીઓ
૪૧
મારા પર એકાએક જે વિપત્તિનાં વાદળાં વરસી ચૂકેલાં તેની તરફ મેં તેમનું ધ્યાન દોર્યું. અને મારા વક્તવ્યમાં પરાજયના હાવભાવ તેમ જ કંટાળાના ભાવ બતાવીને પૂરણ પૂરી.
રામૈયા શાંતિપૂર્વક સાંભળી રહ્યા. મેં મારું વક્તવ્ય પૂરું કર્યું એટલે એમણે સહાનુભૂતિપૂર્વકનું સમર્થન કરતાં ગંભીરતાથી માથું હલાવ્યું. થોડા વખત પછી એ ઊભા થયા અને હાવભાવ તથા સંકેતો દ્વારા, મને એમની પાછળ આવવાનું આમંત્રણ આપવા લાગ્યા. ઘટાદાર જંગલમાંથી આગળ વધતાં અમે થોડા વખતમાં મોટા મેદાની પ્રદેશમાં આવી પહોંચ્યા. ત્યાં બપોર પછીના સૂર્યને. સંપૂર્ણ પ્રકાશ અમારી ઉપર પડવા માંડ્યો. અડધા કલાક સુધી એમની પાછળ ચાલ્યા પછી મેં એક વડના વૃક્ષની છાયાને આશ્રય લીધો. એ વૃક્ષની શીતળ છાયા મારા સંતપ્ત શરીરને શાંતિ આપી રહી. થોડીક વિશ્રાંતિ પછી અમે ગીચ જંગલને પાર કરતાં બીજા અડધા કલાક સુધી આગળ વધ્યા. અને રામૈયાના પરિચિત રસ્તા ' પરથી નીકળીને આ ખરે એક મોટા જળાશય પાસે આવી પહોંચ્યા. રંગબેરંગી કમળોથી ભરેલા પાણી આગળથી ચાલતી વખતે અમારા પગ એના કમળ, રેતાળ, કિનારા પર ખૂંપી ગયા.
ગી એક અતિશય નીચા વૃક્ષની છાયાને પસંદ કરીને એની નીચે બેસી ગયા. હું પણ રેતી પર એમની બાજુમાં જ બેસી ગયો. તાડનું ઝાડ પિતાનું ઝૂમખાંવાળું માથું ઊંચું કરીને લીલી છત્રીની પેઠે અમારી ઉપર ઊભું રહેલું હતું. આપણી ચંચલ પૃથ્વીના એ પ્રશાંત ખૂણામાં અમે તદ્દન એકલા હતા, કારણકે બે માઈલ જેટલો ફેલાયેલ ખુલ્લે વેરાન પ્રદેશ આગળ જતાં ફરીથી ગીચ પર્વતીય જગલ સાથે જોડાઈ જતો હતો.
રામૈયા પગ વાળીને તથા એકમેકની ઉપર ચડાવીને ધ્યાનના પ્રચલિત આસનમાં બેસી ગયા. એમણે મને એમની થેડી નજીક બેસવાને એમની અંગુલિથી સંકેત કર્યો. પછી એમની પ્રસન્ન મુખમુદ્રા
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૭૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
સીધી થઇ, એમની આંખ પાણીની ઉપર સ્થિરતાપૂર્વક તાકી રહી, અને એ થાડા જ વખતમાં ધ્યાનની ઊંડી દશામાં ડૂબી ગયા.
મિનિટા મંદ ગતિએ પસાર થવા લાગી, છતાં રામૈયા કાઈ પણ જાતના હલનચલન વગર બેસી રહ્યા. એમનું વદન અમારી સામેના જલાશય જેવું જ શાંત હતું, અને એમનું શરીર પવનથી` સહેજ પણ ન હાલનારા વૃક્ષની પેઠે એ પ્રાકૃતિક પ્રદેશને અનુરૂપ અચળ બની રહ્યું. અડધો કલાક વીતી ગયેા તાપણુ તાડવૃક્ષની નીચે એ એવા જ અનેરા, પ્રશાંત, અને આત્માની ઊંડી નીરવતાથી વીંટળાઈને બેસી રહ્યા. એમના વદન પર હવે પહેલાં કરતાં વધારે ઊંડી શાંતિ દેખાવા માંડી, અને એમની સખત આંખ અવકાશમાં સ્થિર થઈ કે દૂરની પ°તમાળા પર, એની મને ખબર ન પડી.
વધારે વખત વીતે તે પહેલાં તેા, એ એકાંત વાતાવરણની નીરવતા તથા મારા સાથીદારની આશ્ચર્ય ચકિત કરનારી શાંતિ મારામાં એક જાતની ઊંડી આશંકા જગાવવા માંડી. ધીરેધીરે, મક્કમ રીતે મૈં મદ છતાં ચાક્કસ પ્રમાણમાં શાંતિ, મારા આત્માની સાથે તાણાવાણાની પેઠે વણાવા લાગી. પહેલાં કદી પણ ન પ્રકટેલી વ્યક્તિગત પીડા પરના શાંત વિજયની વૃત્તિ હવે મારામાં સહેલાઈથી પ્રકટી ઊડી, મને શંકા ન રહી કે યાગી રામૈયા પેાતાની રહસ્યમય રીતે મને મદદ કરી રહ્યા છે. એ ઊંડામાં ઊંડા આત્મચિંતનમાં એટલા બધા લીન બની ગયા હતા કે એમના શાંત શરીરમાંથી એકાદ શ્વાસ નીકળતા પણ ભાગ્યે જ દેખાતેા હતેા. એમની એ અનેરી અવસ્થાની પાછળ શું રહસ્ય છુપાયેલુ હશે ? એમની અંદરથી આવિર્ભાવ પામતાં એ પરોપકારી પ્રકાશકિરણાનું ઉદ્ભવસ્થાન કયું હશે ?
સાંજ પડતાં તાપ એછે. થયા, અને સતપ્ત રેતી ઠંડી થવા લાગી. પશ્ચિમમાં સરતા સૂર્યનું સુંદર સાતેરી કિરણ ચેાગીના મુખ પર પડયું. એને લીધે એમનું અચળ શરીર એટલા વખત પૂરતું પ્રકાશમય પ્રતિમા જેવું બની ગયુ.. મને એવા વિચાર થવા માંડયો કે મારા આત્માની ઉપર જે ઉત્તરાત્તર વધતી જતી શાંતિના તર ંગે
Page #456
--------------------------------------------------------------------------
________________
ભુલાયેલા સત્યની ઝાંખી
વહી રહ્યા છે અને ઉપભોગ હું ફ્રી કરી શકીશ ખા. મારા પેાતાના આત્માના અલૌકિક ઊંડાણમાં હું જીવવા માંડયો, એટલે દુન્યવી જીવનના ફેરફારા અને અવસરાને ચેાગ્ય પ્રમાણમાં સમજી શકો. હું આશ્ચર્યકારક સ્પષ્ટતાથી અનુભવી શકયો કે પેાતાના આત્માના ઊંડાણને આધાર મેળવનાર માણસ જ પેાતાનાં સંકટાના શાંતિપૂર્વક સામનેા કરી શકે છે : માણસને સ્વીકાર્યું હાય તે। એની સુરક્ષા માટે અલૌકિક અને અપરિવર્તનશીલ પરમાત્મા તૈયાર છે, એટલે દુન્યવી આશા-તૃષ્ણાના ક્ષણભંગુર સુખને વળગી રહેવામાં મૂર્ખતા રહેલી છે અને નાની ગેલીલીયને પેાતાના શિષ્યાને કહેલું કે આવતી કાલને વિચાર ન કરશે! તેનું કારણ એ હતું કે એક વધારે ઉત્તમ શક્તિ એમના વિશે વિચારી રહી હતી. હું એવું પણ અનુભવી શકો કે એક વાર માણસ પેાતાના આત્માની અંદરના એ પયગબરી તત્ત્વમાં વિશ્વાસ રાખતા થઈ જાય તે તે આ દુનિયામાં માનવજીવનના ઉત્થાનપતનમાંથી ભયભીત થયા વગર કે અટકવ્યા વિના પસાર થઈ શકે. અને મને અનુભવવા મળ્યું કે જીવનનું મૂળભૂત મૂલ્ય કાંક નજીકમાં જ રહેલુ છે, તથા એના શાંત સહવાસમાં કાઈ જાતની ચિંતાએ માટે અવકાશ નથી. એવી રીતે આધ્યાત્મિક વાતાવરણ બદલાતાં મારા મન પરના ભારે ખેાજો દૂર થઈ ગયા. એ સુંદર અનુભવમાં કેટલે। વખત વીતી ગયા તેની પરવા મે ન કરી. મને એ નથી સમજાતું કે આત્માની અંદર ઊતરવાના અલૌકિક રહસ્યને અને આ લેકની દૃષ્ટિથી જોતાં એના અલગ અસ્તિત્વને કાઈ પણ પુરુષ સંતાષકારક રીતે કેવી રીતે સમજાવી શકે. એ ઉજજવળ દૃશ્ય પર સંધ્યાના પડદા પડી ગયેા. મારા સ્મૃતિપટ પર કષાંક એવું ઊપસી આવ્યું કે આ ભાગેામાં રાત ધાર્યા કરતાં ઘણી જલદી પડે છે. છતાં પણ મારે એની સાથે કાંઈ સબધ નહાતા. મારી બાજુમાં બેઠેલા એ મહાપુરુષ ત્યાં જ બેસીને મને સર્વોપરી જીભ અથવા શાંતિ તરફ અંદરની દુનિયામાં દારી રહ્યા હતા એટલુ' પૂરતું હતું.
૪૭૩
Page #457
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
આખરે ઊઠવાના સાંકેત કરતા હેાય તેમ એમણે મારા હાથને સ્પર્શી કર્યો, ત્યારે અંધારું થઈ ગયુ` હતુ`. રાત્રિના અંધકારમાં એ એકાંત નિર્જન પ્રદેશમાંથી કાઈ પણ પ્રકારની કેડી કે પ્રકાશ વિના ચેાગી રામૈયાની ચિરપરિચિત બુદ્ધિથી દેારવાઈને અમે ઘર તરફ સક્ કરતાં ચાલવા લાગ્યા. બીજા કેાઈ પણ વખત દરમિયાન એ સ્થળમાંથી પસાર થતી વખતે મને બીક લાગી હેાત, કારણકે જંગલના રાતના અનુભવની અવનવી સ્મૃતિ મારા મનમાં તાજી હતી. અમારી નજીક અદૃષ્ટ જીવંત રૂપાની દુનિયા હેાય અને પશુએ આમતેમ ફર્યાં કરતાં હૈ!ય એવું લાગવા માંડયું. એકાદ બે મિનિટ માટે મારા અંતરની આંખ આગળ જેકીનું ચિત્ર આવીને ઊભું રહ્યું. એ કૂતરા હું બહાર ફરવા નીકળતા ત્યારે અને મજૂલીમાં ભેાજન કર ત્યારે ઘણી વાર મારી સાથે રહેતા. ચિત્તાના કરડવાથી એની ગરદન પર મે ચાઠાં પડેલાં. એના ભાઈ પણ મને યાદ આવ્યા. એ એ જ ચિત્તાના હાથમાં ઝડપાયેલા અને પછી દેખાયેલા જ નહિ. સ`જોગાવશાત્ મને પણ એવી રીતે ચળકતી લીલી આંખવાળા, શિકારની શોધમાં નીકળેલા, ભૂખ્યા ચિત્તાના ભેટા થઈ જાય, અથવા ગૂંચળું વાળીને જમીન પર પડેલા સાપ પર અજાણતાં અંધકારમાં મારા પગ પડી જાય, અથવા ચપલવાળા પગને જીવલેણ સફેદ વીંછીના સ્પ થાય તા? પર`તુ એ પછી તરત જ યાગી રામૈયાની નિર્ભય હાજરીમાં એવા વિચારો કરવા બદલ મને શરમ લાગી, અને મને વીંટી વળેલા એમના સંરક્ષક, શાંત પ્રકાશનું મેં શરણ લીધુ.
પરોઢિયું થતાં પ્રકૃતિનુ જે વિચિત્ર સમૂહગીત શરૂ થયેલુ તેનાથી વધારે વિચિત્ર ને વિરોધી સમૂહગીત રાત જરા વધારે વીતી એટલે શરૂ થયુ. દૂરથી શિયાળના ઉપરાઉપરી અવાજ આવવા માંડયા, અને એક વાર કાઈ જ ગલી પ્રાણીના ઘૂરકાટને અમંગલ પડધેા સંભળાયા. અમારાં વ્યક્તિગત આશ્રયસ્થાનાને અલગ પાડતા જળાશય પાસે અમે આવી પહેાંચ્યા ત્યારે દેડકાના, ગાળીના તથા ચામાચીડિયાના અવાજો અમારે કાને અથડાયા.
४७४
Page #458
--------------------------------------------------------------------------
________________
ભુલાયેલા સત્યની ઝાંખીએ
સવારે મે' સૂર્ય પ્રકાશવાળી સૃષ્ટિમાં મારી આંખ ઉધાડી અને મારા હૃદયને એના પ્રકાશમય સદેશ પ્રતિ ખુલ્લું કર્યું..
X
X
X
X
મારી આજુબાજુના સુંદર જીવનના થાડાક હેવાલ મારી કલમદ્રારા આપી શકું તેમ છું, તથા મહિષ સાથેની અનેક વાતચીતેાના વિશેષ ઇતિહાસ પણ રજૂ કરી શકું તેમ છું, પરંતુ આ વૃત્તાંતની હવે પૂર્ણાહુતિ કરું એ જ ખરાખર છે.
૪૭૫
મેં મ`િનુ' નજીકથી નિરીક્ષણ કર્યુ અને એમની અંદર ધીરેધીરે દૂરના ભૂતકાળના શિશુસ્વરૂપનું દર્શન કર્યુ. એ વખતે આજે ગણાતી સેાનાની ખાણુની શોધની કિંમત કરતાં આત્મિક સત્યની શેાધની કિંમત જરાય ઓછી નહેાતી મનાતી. મને ઉત્તરીત્તર વધારે ને વધારે ખાતરી થતી ગઈ કે દક્ષિણ ભારતના આ એકાંત અને અપ્રસિદ્ધ ખૂણામાં મારે ભારતના છેલ્લા આધ્યાત્મિક મહામાનવામાંના એકના સંસર્ગમાં આવવાનું થયું છે. એ અર્વાચીન સંતપુરુષની શાંત આકૃતિ જોઈને એમના દેશના પ્રાચીન સંતપુરુષાની દંતકથારૂપે વહેતી આવેલી આકૃતિઓની કલ્પના હું સહેલાઈથી કરી શકતા. એ મહાપુરુષને સૌથી વધારે આશ્ચર્યકારક અંશ હજુ અજ્ઞાત જ હતા એવું સહેલાઈથી સમજી શકાતું. અંતઃપ્રેરણાથી ઓળખી શકાતા, પરમજ્ઞાનથી ભરેલા, એમના અંતરાત્માના તાગ મેળવવાનુ` સૌ કાઈને માટે શકય નહેાતું. કાઈ કાઈ વાર એ એકદમ અલગ હેાય એવા દેખાતા, તેા કાઈ વાર એમની આંતરિક કૃપાના આશીર્વાદ આપીને મને પેાતાની સાથે પેાલાદી બંધનથી બાંધી દેતા. હું એમના રહસ્યમય વ્યક્તિત્વનું શરણ લેતાં તથા એમને જેવા પણ સમજી શકો તેવા સ્વીકારતાં શીખ્યા. એક મનુષ્ય તરીકે એ બહારના સ`પર્કોની અસરથી અલિપ્ત હતા તાપણુ, એમના સ્વભાવને જાણી લેનાર સાધકા અંતરંગ સાધનાના આધાર લઈને એમની સાથે આધ્યાત્મિક સબંધ બાંધી શકતા. મને એમના પ્રત્યે પુષ્કળ પ્રેમ થતા, કારણુંકે એમની
Page #459
--------------------------------------------------------------------------
________________
४७६
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
આજુબાજુ સાચી મહાનતાનું વાતાવરણ જોવા મળતું તે પણ એ એવા જ સરળ અને નમ્ર રહેતા : પોતાના દેશવાસીઓની ચમત્કારપ્રિય પ્રકૃતિને પ્રભાવિત કરવા એ કોઈ દૈવી શક્તિઓ તેમ જ કેાઈ ગૂઢ રહસ્યમય જ્ઞાનનો દાવો નહતા કરતા ? અને એમની અંદર પોતાને માટેની કોઈ પણ જાતની હકદાવાની વૃત્તિને સર્વથા અભાવ હોવાથી, એમના જીવનકાળ દરમિયાન એમને સંત તરીકે પ્રખ્યાત કરવાના પ્રત્યેક પ્રયત્નને એ પ્રતીકાર કરતા.
મને લાગ્યું કે મહર્ષિ જેવા મહાપુરુષોની હાજરી આપણે બધા જે પ્રદેશમાં સહેલાઈથી ન પહોંચી શકીએ તે આધ્યાત્મિક પ્રદેશના અલૌકિક સંદેશને ઇતિહાસમાં જીવતો અને વહેતો રાખે છે. વધુમાં મને એવું પણ લાગ્યું કે આવા સંતપુરુષ આપણી પાસે કશુંક પ્રકટ કરવા આવે છે, આપણે સાથે કઈ દલીલ કરવા નથી આવતા, એ હકીકતનો સ્વીકાર કરવો જોઈએ. ગમે તેમ પણ, એમનું વ્યક્તિગત વલણ અને એમની વ્યાવહારિક પદ્ધતિ તદ્દન વૈજ્ઞાનિક હોવાથી, એમના ઉપદેશોએ મને ખૂબ જ પ્રભાવિત કરી દીધો. એ એમની વચ્ચે કોઈ ચમત્કારિક શકિતને લાવતા નહાતા, તથા કોઈ જાતના ધાર્મિક અંધ વિશ્વાસની પણ માગણી કરતા નહોતા. મહર્ષિની આજુબાજુના વાતાવરણની ઊંચી આધ્યાત્મિકતાને અને એમના તત્ત્વજ્ઞાનમાં સમાયેલી બુદ્ધિવાદી આત્મવિચારણાનો પેલા મંદિરમાં નજીવો પાડો પડતો હતો. એમના મુખમાંથી “ઈશ્વર” શબ્દ પણ ભાગ્યે જ નીકળતો. જે જાદુગરી અથવા પરચાઓના પ્રદર્શનમાં પડીને કેટલાય આશાસ્પદ સાધકની સાધનારૂપી નૌકાઓ ભરદરિયે જ ભાંગી ગઈ છે તે જાદુગરી અથવા પરચાઓના ઘેરા તેમ જ ચર્ચાસ્પદ પાણીમાં એમણે પ્રવેશ નથી કર્યો. એ તે કેવળ પિતાની જાતના પૃથકકરણને માર્ગ બતાવતા. અર્વાચીન કે પ્રાચીન સિદ્ધાંતે કે માન્યતાઓમાં વિશ્વાસ ધરાવવા છતાં એને આધાર લઈ શકાતો, તથા એ માર્ગે આગળ વધીને છેવટે સ્વરૂપનું સાચું જ્ઞાન મેળવી શકાતું.
Page #460
--------------------------------------------------------------------------
________________
ભુલાયેલા સત્યની ઝાંખી
૪૭૭
સાચા સ્વરૂપને સાક્ષાત્કાર કરવા માટેના પ્રયત્નરૂપે મેં આત્મવિચારની એ પદ્ધતિને આધાર લીધે. અમારી વચ્ચે કઈ જાતની વાતચીત ન થતી હોય તોપણ, મને અવારનવાર લાગ્યા કરતું કે મહર્ષિ પિતાના મન દ્વારા મારા મનને કશુંક આપ્યા કરતા હતા. મારા પ્રયત્નની સાથે મારા પ્રયાણને સમય નજીક આવવા લાગ્યો. મેં આશ્રમમાં રહેવાને સમય લંબાવવાની ઈચ્છા કરી જોઈ, પરંતુ મારું સ્વાશ્ય બગડવાથી ભારે આશ્રમમાંથી નીકળવાને અફર નિર્ણય કરવો પડ્યો. આશ્રમમાં મને ખેંચી લાવવાની ઊંડી આંતરિક આવશ્યકતાએ મારામાં જે ઈચ્છાશક્તિ પેદા કરેલી તે થાકેલા માંદા શરીરની અને કંટાળેલા મનની ફરિયાદોને ફેકી દેવા તથા એ ગરમ બંધિયાર વાતાવરણમાં મને રાખવા માટે પૂરતી હતી. છતાં પ્રકૃતિને વધારે વખત સુધી પરાસ્ત ના કરી શકાઈ, અને થોડા જ વખતમાં મારી શારીરિક સ્થિતિ ભયંકર રીતે કથળી પડી. એ એક વિચિત્ર વિરોધાભાસ હતો કે મારું જીવન આધ્યાત્મિક રીતે એની ઉન્નતિના શિખર પર પહોંચવાની તૈયારીમાં હતું, પરંતુ શારીરિક રીતે અત્યાર સુધી જે દુર્દશાએ પહોંચ્યું હતું તેના કરતાં પણ વધારે દુર્દશા તરફ સરકતું જતું હતું. મહર્ષિ સાથેના મારા સંપર્કને પરિણામે મને થયેલા સર્વોત્તમ અનુભવના થોડા કલાક પહેલાં જ મને ભયંકર ધ્રુજારી છૂટવા લાગી તથા કદી ન થયો હોય એ પુષ્કળ પરસેવો થવા માંડ્યો. એ આવી રહેલા તાવની સાંકેતિક ખબર હતી.
મારા મનની આંખ આગળ રમણ મહર્ષિની બેઠેલી આકૃતિ તેજસ્વી બનીને તરવા માંડી. એમની અવારનવાર અપાયેલી સૂચનાને અનુસરીને, એ માનસિક આકૃતિ અંદર ઊતરીને એમના નિરાકાર, સત્ય સ્વરૂપ અને એમની અંદરની પ્રકૃતિ અથવા આત્માને પહોંચવાને મેં પ્રયાસ કર્યો. મારા આશ્ચર્ય વચ્ચે એ પ્રયાસ લગભગ સત્વર સફળ થયે. એ આકૃતિ ફરી અદશ્ય થઈ ગઈ, અને એમના ગાઢ અસ્તિત્વની એકમાત્ર અનુભૂતિ જ શેષ રહી.
Page #461
--------------------------------------------------------------------------
________________
४७८
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
મારા આરંભના ધ્યાનની દશા દરમિયાન હું મટે ભાગે માનસિક પ્રશ્નો પૂછ્યા કરતો. તે પ્રશ્નો છેલ્લે છેલ્લે બંધ પડેલા. મારી તન, મન અને અંતરની લાગણીઓને મેં વારંવાર અને ક્રમવાર ચકાસી જોઈ, પરંતુ આમા અથવા સ્વરૂપની શોધમાં સંતોષ ન મળતાં, આખરે એમને ત્યાગ કર્યો. પછી મારા મનની સભાનવૃત્તિનું ધ્યાન એના પિતાના કેન્દ્ર તરફ લગાડી જોયું, અને એનું ઉદ્ભવસ્થાન જાણવાની કોશિશ કરી. હવે પેલી સર્વોચ્ચ ક્ષણ આવી પહોંચી. એ વખતે મને બહારના પદાર્થો કે વિષયમાંથી પાછું વળે છે. માણસની પરિચિત દુનિયાના પડછાયાનો ત્યાગ કરે છે, અને નીરવતામાં ડૂબી જાય છે. મનની આગળ એક જાતની શૂન્યતાને પડદો પથરાઈ જાય છે, અને થોડા વખત સુધી મન શન્યતાથી ઘેરાઈ જાય છે. એ વખતે સાધકે પોતાની એકાગ્રતા અકબંધ રાખવા માટે ભારે સજાગ રહેવું પડે છે. પરંતુ આપણા ઉપલક જીવનના મોજશોખ તથા પ્રમાદનો ત્યાગ કરીને મનને આત્માભિમુખ કરીને એકાગ્ર કરવાનું કામ કેટલું બધું કપરું છે
એ ક્ષણના આગમન પહેલાં શરૂ થતા વિચારોના પ્રવાહને વટાવીને હું એ રાતે એ ભૂમિકા પર ઝડપથી જવા લાગ્યા. મારી અંદરની દુનિયામાં કોઈક નવા અને શક્તિશાળી પરિબળે પ્રબળપણે કામ કરવા માંડયું. એ પરિબળ પિતાની અબાધિત ગતિથી મને આત્માભિમુખ કરવા લાગ્યું. પહેલી મોટી લડાઈ લગભગ એક પણ પ્રહાર વિના થઈ, અને એની અસ્વસ્થતાને સ્થાને એક પ્રકારની આનંદદાયક સુખમય રાહતની લાગણી ફરી વળી.
એથી આગળની ભૂમિકા પર પહોંચીને હું બુદ્ધિથી અલગ બનીને ઊભો રહ્યો. એ એક વિચાર હતે એને મને ખ્યાલ હતો. મારી અંત:પ્રેરણુએ મને સાવધાન કરતાં કહ્યું કે એ તો ફક્ત સાધના છે. હું એકદમ અલિપ્ત રહીને એ વિચારોનું નિરીક્ષણ કરવા લાગે. અત્યાર સુધી મારી વિચાર કરવાની શક્તિને મને ગર્વ હતો. પરંતુ હવે મને સ્પષ્ટ રીતે સમજાયું કે હું એને અજ્ઞાત કેદી
Page #462
--------------------------------------------------------------------------
________________
ભુલાયેલા સત્યની ઝાંખીઓ
૪૭૯
બન્યો છું અને મારે એની પકડમાંથી છૂટવું જોઈએ. બુદ્ધિથી ઉપર ઊઠીને મારા સ્વરૂપનો અનુભવ કરવાની આકાંક્ષા મારી અંદર એકાએક ઉત્પન્ન થઈ. વિચાર કરતાં પણ વધારે ઊંડા સ્થાનમાં ડૂબકી મારવાનું મને મન થયું. મગજના સતત બંધનમાંથી મુક્તિ મેળવવાને અનુભવ કેવો હશે તે જાણવાની મને ઈચ્છા થઈ. એ અનુભવ મારે પૂરેપૂરો ધ્યાનપૂર્વક, સાવધાન અને જાગ્રત રહીને કરો હતો.
મનથી અલગ થઈને ઊભા રહેવાનું, મન જાણે કઈક બીજાનું હોય તેમ સમજીને તેના વ્યાપારનું નિરીક્ષણ કરવાનું, અને એની અંદર પ્રકટતા ને વિલીન થતા વિચારોને તપાસવાનું કામ વિચિત્ર લાગે તેવું છે, પરંતુ એથી વધારે વિચિત્ર અને અનોખું કામ તે માનવના આત્માના ગૂઢ પ્રશાંત પ્રદેશને ઢાંકી બેઠેલાં રહસ્યમય આવરણોને ભેદવામાં આવી રહ્યાં છે એવો અંત:પ્રેરણાયુક્ત અનુભવ કરવાનું છે. કોઈ કેલિંબસની પેઠે અજાણ્યા ખંડમાં ઊતરવાનું હોય એવું મને લાગવા માંડયું. એ આકાંક્ષા પર મારો પૂરેપૂરો અંકુશ અથવા કાબૂ હો તોપણ, એણે મારા દિલમાં લાગણીને શાંત ઉદ્રક પેદા કરી દીધો.
પરંતુ વિચારોના જુગજના જુલમમાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકાય? મને યાદ છે કે મારે વિચારોને બળજબરી કરીને અટકાવી દેવાને પ્રયાસ કરવો એવી સૂચના મહર્ષિએ કદી પણ નથી આપી. વિચારને આધાર લઈને એના ઉદ્દભવસ્થાનને પકડી પાડે. એવી સલાહ એમણે અવારનવાર આપી છે અને કહ્યું છે: “સાચું સ્વરૂપ પ્રકટ થાય તે માટે ધ્યાન ધરતા રહે; એને પરિણામે તમારા વિચારો એમની મેળે જ શાંત થશે.” એટલે, ચિંતનના જન્મસ્થાનને મેં શોધી કાઢયું. એવું માનીને, મારે એકાગ્રતાને એ ભૂમિકા સુધી લઈ જવામાં મદદરૂપ થનારી શક્તિશાળી પ્રક્રિયાને ત્યાગ કરીને, હું તદ્દન નિષ્ક્રિય બની ગયે. જો કે સાપ પિતાના શિકારનું ધ્યાન રાખે એમ હું અત્યંત સાવધ તો રહ્યો જ.
Page #463
--------------------------------------------------------------------------
________________
४८०
ભારતના આધ્યાત્મિક રહસ્યની ગેજમાં
મહર્ષિના ભવિષ્યકથનની યથાર્થતા સમજાતાં સુધી એ વચગાળાની નિષ્ક્રિય દશા ચાલુ રહી. વિચારોના તરંગો કુદરતી રીતે જ ઓછા થવા લાગ્યા. તર્કવિતર્ક અથવા ચિંતનમનનયુક્ત બુદ્ધિની પ્રક્રિયા છેક શૂન્યાવસ્થા પર પહોંચી ગઈ. અત્યાર સુધી ન અનુભવેલી અવનવી લાગણીએ મને જકડી લીધો. મારી ત્વરિત ગતિએ વધતી જતી અંતઃ પ્રેરણું અજ્ઞાતમાં મળવા માટે તૈયાર થઈ ત્યારે કાળને જાણે કે ચક્કર આવવા લાગ્યાં. મારી કમેન્દ્રિના સમાચાર હવે ન સંભળાયા, ન અનુભવાયા, કે ખ્યાલમાં ન રહ્યા. મને થયું કે કાઈ પણ પળે હું બધી વસ્તુઓની ઉપરવટ જઈને, જગતના રહસ્યના કિનારા પર ઊભો રહીશ.
આખરે એવું થયું પણ ખરું. મીણબત્તીના બળેલા ભાગની જેમ વિચાર એકદમ શાંત થયો. બુદ્ધિ એની સાચી ભૂમિ પર પહોંચી ગઈ, એટલે કે વિચારોની અંતરાય વિનાની સભાનાવસ્થા કામ કરવા લાગી. છેલ્લા કેટલાક વખતથી મને શંકા થતી તોપણ મહર્ષિ એવું વિશ્વાસપૂર્વક કહ્યા કરતા કે મને એનાથી પરના ઉદ્ભવસ્થાનમાં મળી જાય છે તેની મને પ્રતીતિ થઈ. સુષુપ્ત અવસ્થાની જેમ મગજ સંપૂર્ણપણે કામ કરતું અટકી ગયું, છતાં ભાન તે ચાલુ જ રહ્યું. હું સંપૂર્ણ શાંત રહ્યો અને બરાબર જાણી શક્યો કે હું કોણ છું અને શું થઈ રહ્યું છે. મારું ભાન મારા અલગ વ્યક્તિત્વની સાંકડી સીમાઓને છેડીને ઉપર ચાલ્યું ગયું, તથા કેઈક ઉદાત્ત સર્વવ્યાપક તત્વ તરફ વળવા માંડયું. સ્વરૂપ તો હજુ પણ રહ્યું પરંતુ એ સ્વરૂપ પ્રકાશિત તેમ જ પરિવર્તિત હતું. કારણકે મારા ક્ષુલ્લક વ્યક્તિત્વ કરતાં કાઈક વધારે ઉત્તમ, ગહન અને અલૌકિક વસ્તુ મારી સભાનવૃત્તિમાં પ્રકટ થઈ અને મારી સાથે એક બની ગઈ. એ સ્વાનુભવની સાથે મારામાં સંપૂર્ણ સ્વતંત્રતાની નવી આશ્ચર્યકારક ભાવના પેદા થઈ; કારણકે વણકરના સાળયંત્રની પેઠે વિચાર આમથી તેમ ફર્યા કરે છે, અને એના ભયંકર વેગમાંથી છૂટવું એ જેલમાંથી બહાર નીકળીને ખુલ્લી હવામાં આવવા બરાબર છે.
Page #464
--------------------------------------------------------------------------
________________
ભુલાયેલા સત્યની ઝાંખીઓ
૪૮૫
મને દુનિયાના ભાનમાંથી મુક્તિ મળી. મને અત્યાર સુધી આશ્રય આપનારે દુનિયાને ગ્રહ અદશ્ય થયે. હું ઝળહળતા તેજના સમુદ્રની વચ્ચે આવી પડ્યો. એ પ્રકાશ પ્રકૃતિની પહેલી અવસ્થા અથવા જેમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે તે આદિ સામગ્રી છે એવું વિચારધારા નહિ પરંતુ સ્વાનુભવદ્વારા સમજાયું. એ માની ન શકાય તે સજીવ બનીને અકથ્ય અનંત અવકાશમાં બધે ફરી વળ્યા.
અવકાશમાં રચાયેલા આ રહસ્યમય વિશ્વનાટકનો અર્થ એક ચમકારા માત્રમાં મને સમજાઈ ગયો, અને એ પછી હું મારા જીવન નના અથવા મારી ચેતનાના પહેલાંના કેન્દ્ર પર આવી પહોંચ્યો. હું, નો અવતાર પામેલે હું, પરમ સુખનો સ્વાદ પામ્યો. મેં જ્ઞાનામૃતને જે હાલે પીધો તેને પરિણામે ભૂતકાળની કડવી સ્મૃતિઓ અને ભવિષ્યની ચિંતાઓ પૂરેપૂરી મટી ગઈ. મને એક પ્રકારની અલૌકિક અઝાદીની તથા અવર્ણનીય પરમ સુખની પ્રાપ્તિ થઈ. મારું અંતર ઊંડી સહાનુભૂતિથી ભરાઈને સમસ્ત સૃષ્ટિને આલિંગન આપવા માંડયું, કારણકે મને સારી પેઠે સમજાયું કે સૌને જાણવું એટલે સૌને ક્ષમા આપવી એમ જ નહિ પરંતુ સૌના પર પ્રેમ રાખો. મારું અંતર આનંદમાં તરબોળ થઈને અવનવું બની ગયું.
એ પછી મારે જે અનુભવોમાંથી પસાર થવું પડયું એ અનુભ એટલા બધા સૂક્ષ્મ ને નાજુક છે કે એમને કલમની મદદથી રજૂ કરવાનું કામ સહેલું નથી લાગતું. તાં પણ શીખવા મળેલાં એ સુંદર સત્યને પૃથ્વીની ભાષામાં ભાવાનુવાદ કરું તો મારે એ પ્રયત્ન નિરર્થક નહિ થાય. એટલા માટે, માનવમનની પાછળની એ વણખેડાયેલી, અપરિચિત, વિસ્મયકારક અને વિશાળ, આત્માની અનાદિ દુનિયાનાં કેટલાંક આછાંપાતળાં સંસ્મરણો હું તાજાં કરીશ.
' (૧) માનવ પરમાત્માની સાથે અભિન્ન સંબંધથી બંધાયેલા છે. એ પરમાત્માએ એનું માતા કરતાં પણ વધારે મમતાથી પય પાન
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૮૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
કરાવીને પિષણ કર્યું છે. ડહાપણની પળોમાં એને એનું જ્ઞાન થઈ શકે છે.
(૨) એક વાર પિતાના ભૂતકાળના દૂરના દિવસોમાં, માણસે ઊંડી વફાદારીના સોગંદ લીધા અને અલૌકિક ઐશ્વર્યથી સંપન્ન બનીને દેવની સાથે ફરવા માંડયું. આજે જે દુનિયા એના પર અભિમાની આદેશ છેડતી હોય અને એ એને તાબે થતો હોય તોપણ, કેટલાક એવા પણ છે જે એ સોગંદને નથી ભૂલ્યા. યોગ્ય સમયે એને એનું સ્મરણ કરાવવામાં આવશે.
(૩) માનવની અંદર જે આત્મા છે તે અવિનાશી છે. એ એના સત્ય સ્વરૂપને લગભગ પૂરેપૂરો અનાદર કરે છે, પરંતુ એના અનાદરથી એની મહાનતા કે તેજસ્વિતામાં કશો ફેર નથી પડતો. એને એની કશી અસર નથી થતી. માનવ એને ભૂલીને ઈન્દ્રિયોના વિષયમાં ડૂબી જાય તોપણ, એ પિતાને હાથ ફેલાવીને એને સ્પર્શ કરશે ત્યારે એને યાદ આવશે કે પોતે કોણ છે અને એ એના આત્માને ઓળખી લેશે.
(૪) માનવ પોતાના દિવ્ય સ્વરૂપને અને પિતાની દિવ્યતાને ખેાઈ બેઠે છે, તેથી પોતાનું સાચું મહત્ત્વ નથી સમજતે. એટલા માટે એ એના આત્માને આધ્યાત્મિક પ્રમાણભૂત કેન્દ્રમાં સુનિશ્ચિત અને ચોક્કસ આશ્રય શોધવાને બદલે બીજાના અભિપ્રાયથી દોરવાઈ જાય છે. આત્મદર્શી પુરુષ દુન્યવી પ્રદેશની મજણ નથી કરતા. એની દષ્ટિ અચળ અને હંમેશા પોતાની અંદર મંડાયેલી હોય છે. અને એનું ગહન સ્મિત એના આત્મજ્ઞાનને આભારી હોય છે.
(૫) પોતાની અંદર દષ્ટિપાત કરીને જે માત્ર અસંતોષ, નિર્બળતા, અંધકાર અને ભયને અનુભવ કર્યા કરે છે તેણે સાશંક તથા નિરાશ બનીને હોઠ ન કરડવા. એ પિતાના અંતરના ઊંડાણમાં વધારે ને વધારે પ્રમાણમાં ડોકિયું કરે. એમ કરતાં કરતાં હદય શાંત થશે ત્યારે શ્વાસની પ્રક્રિયા તથા બીજી સામાન્ય નિશાનીઓથી અલગ થવાશે. એ બરાબર ધ્યાનમાં રાખે, કારણકે એમાંથી નવજીવન
Page #466
--------------------------------------------------------------------------
________________
ભુલાયેલા સત્યની ઝાંખીઓ
४८७
પામેલા એના ઉત્તમ વિચારે ભટકતા દેવદૂતોની જેમ એના મનના ઉંબરાને ઓળંગી જશે. એ વિચારે કે ભાવની પાછળ એક અવાજ પેદા થશે. એ અવાજ એના હદયપ્રદેશમાં રહેતા, એના પિતાના પ્રાચીન સ્વરૂપ જેવા, ગૂઢ ગુપ્ત અને રહસ્યમય પરમાત્માને હશે.
(૬) પ્રત્યેક મનુષ્યના જીવનમાં દેવી પ્રકૃતિ નવેસરથી પ્રકટ થાય છે, પરંતુ જે મનુષ્ય એની તરફ ઉદાસીન રહે છે તે એ પ્રાકટયા પથ્થરવાળી જમીનમાં બીજ જેવું થઈ પડે છે. એ દેવી ભાન અને ભાવમાંથી કઈ પણ બાકાત નથી રહી શકતું. મનુષ્ય પોતે જ પોતાને દિવ્યતાના જ્ઞાનમાંથી બાકાત રાખે છે. મનુષ્ય જીવનના રહસ્ય અને અર્થને જાણવા માટે ઉપરઉપરની શોધ કરવાને ઢોંગ કરે છે, પરંતુ વૃક્ષની લીલી ડાળી પર બેઠેલા પ્રત્યેક પક્ષીને અને પિતાની માયાળ માતાના હાથને પકડનારા પ્રત્યેક શિશુને માટે એ કેયડે ઊકલી ગયો હોય છે. એની મુખાકૃતિ પર એને ઉત્તર હોય છે. હે માનવ, તને જન્મ આપનારી એ જીવનશક્તિ તારા દૂરના વિચાર કરતાં પણ વધારે મહાન અને વધારે ઉત્તમ છે. તારે માટે એને આશય અત્યંત ઉપકારક છે એ વિશ્વાસ રાખ, અને અધકચરી અંત:પ્રેરણ દરમિયાન તારા અંતરને એણે જે સૂક્ષ્મ આદેશો સંભળાવ્યા હોય એમને અનુસર.
(૭) જે માણસ માને છે કે પોતે પોતાની અવિચારી ઈચછાએની દોરવણી પ્રમાણે સ્વતંત્ર રીતે જીવશે અને એ છતાં એને અંતિમ પરિણામમાંથી મુક્તિ મેળવશે, એ માણસ પોકળ સ્વપ્નાં સેવી રહ્યો છે એમ સમજી લેવું. પોતાના સાથીઓની સામે કે પિતાની સામે પાપ કરનાર માણસ એ દ્વારા પિતાની સજાને જ જાહેર કરે છે. બીજાની દૃષ્ટિથી એ પોતાનાં પાપ છુપાવે તે ભલે, પરંતુ દેની સર્વવ્યાપક અને સર્વદર્શી આંખથી એ એમને નહિ છુપાવી શકે. દુનિયા પર હજુ પણ ચોક્કસ રીતે ન્યાયનું રાજય ચાલી રહ્યું છે, છતાં એની પ્રક્રિયાઓ મોટે ભાગે અદષ્ટ રીતે ચાલતી હેય છે, અને એ રાજ્ય હંમેશાં પથ્થરની બાંધેલી ન્યાયની અદા
Page #467
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
લતામાં નથી દેખાતું. આ દુનિયાની કાયદેસરની સજાએ ભાગવવામાંથી જે છૂટી જાય છે તે દેવાએ નક્કી કરેલી ન્યાયી સજાને ભાગવવામાંથી કદી પણ નથી છૂટી શકતા. પશ્ચાત્તાપ વગરની કઠોર દડની દેવીનું જોખમ એમને માથે ડગલે ને પગલે લટકતું રહે છે.
૪૮૪
(૮) શોક તે સંતાપના દુઃખદાયક સાગરમાં જે સપડાઈ ચૂકયા છે, અથવા આંસુના ધુમ્મસ સાથે જેમણે અનેક અધકારમય વરસે સુધી સફર કરી છે, તે જીવનદ્વારા મૂક રીતે પ્રદાન કરાતા સત્યને ગ્રહણ કરવા બીજા કરતાં કાંઈક જલદી તૈયાર થઈ શકશે. એ કાઈ બીજો અનુભવ નહિ કરી શકે તાપણ, પ્રારબ્ધની કરુણ ક્ષણભંગુરતાના અનુભવ તેા કરી શકશે. સુખના દિવસેાથી જે ભ્રાંત બની કે છકી નહિ જાય તે દુઃખના દિવસેાથી વધારેપડતા નહિ ડરે. એવું એકે જીવન નથી જે સુખ અને દુઃખના તાણાવાણાથી ન બન્યું હોય. એટલે કાઈ પણ માણસને અભિમાની અને ધર્માચાય જેવું જડ બનીને જીવવાનું ન પાલવે. એવી રીતે જીવનાર કે ચાલનાર ભયંકર જોખમેાથી ભરેલા ફેરા ફર્યા કરે છે. અનેક વરસાની મહેનતથી જે મેળવ્યું હોય તેને ઘેાડા જ દિવસેામાં સાફ કરનારા અદૃષ્ટ દેવાની આગળ માણસે નમ્રતાના જ એકમાત્ર ઉચિત અચળા ધારણ કરવા જોઈએ. બધી જ વસ્તુઓનુ ભાગ્યચક્ર ફર્યાં કરે છે, અને વિચાર વગરના નિરીક્ષકને જ એ હકીકતની ખબર નથી હોતી. વિશ્વમાં પણ એવું જોઈ રાકાય છે કે સૂર્યથી દૂરના ગ્રહની પાછળ સૂર્યની નજીકના ખીજો ગ્રહ હેાય જ છે. એવી રીતે માણુસના જીવન અને ભાગ્યમાં પણ સપત્તિની ભરતીની પાછળ આપત્તિના આટ આવે જ છે. આરાગ્ય એક ક્ષુલ્લક અતિથિ હાઈ શકે, અને પ્રેમ ફરીથી ભટકવા કે ખીજાની પાસે જવા માટે પણુ આવી શકે, પરંતુ વેદનાની લાંખી રાતના અંત આવે છે ત્યારે નવા મળેલા અજ્ઞાનનુ પરાઢિયું ઝાંખુ ઝાંખુ પ્રકાશી ઊઠે છે. એ બધી વસ્તુએના છેલ્લા પટ્ટા પાઠ એ છે કે માણસ જાણે કે ન જાણે અથવા શોધે કે ન શોધો, તેાપણુ એણે પેાતાની અંદર રહેલા એ સનાતન
Page #468
--------------------------------------------------------------------------
________________
ભુલાયેલા સત્યની ઝાંખીએ
૪૮૫
પરમાત્મતત્વને આશ્રય લેવો જોઈએ. એ પરમાત્મા એને માટે પહેલાં હતા તેવા જ એક માત્ર આશ્વાસનરૂપ બનવા જોઈએ. એવું નહિ થાય તે નિરાશા ને સંકટો અવારનવાર એના જીવનમાં પેદા થઈને એને એમની તરફ ધકેલી દેશે. નિરાશા ને સંકટોરૂપી બે મહાન શિક્ષકે વગરના જીવનવાળો ભાગ્યશાળી માણસ કઈ જ નથી.
(૯) માણસ જ્યારે ઉદાત્ત બનશે અને ઉદાત્તતાથી આવૃત્ત થશે ત્યારે જ સલામતી, સુરક્ષા ને નિર્ભયતાનો અનુભવ કરી શકશે. એ આત્મિક પ્રકાશથી અપ્રકાશિત રહેવા આગ્રહ રાખશે ત્યાં સુધી એની ઉત્તમમાં ઉત્તમ શોધો પણ એને માટે ખરાબમાં ખરાબ વિદને બની જશે, અને પદાર્થોના ભૌતિક રૂપરંગ તરફ ખેંચનારી પ્રત્યેક વસ્તુ એને માટે ગાંઠ બનીને એને બાંધી દેશે. એ ગાંઠને એણે આખરે તેડવી પડશે. કારણકે એ એના પુરાતન મૂળભૂત સ્વરૂપ સાથે અવિભક્તરૂપે બંધાયેલો છે, એની અંદરની આત્મિક દિવ્યતાને સંસર્ગ સદા માણી રહ્યો છે, અને એને તોડી નથી શકવાને. એ હકીકત યાદ રાખીને એ પિતાની જાતને, પિતાની લૌકિક ચિંતાઓને અને અંગત ઉપાધિઓને આત્માના હાથમાં સોંપી દે અને આત્માની સુંદર છત્રછાયામાં શાંતિ લે તે એ એને અપનાવશે ને શાંતિ આપશે. જે એ કૃપાપાત્ર બનીને શાંતિપૂર્વક જીવવા માગતો હેય અને નિર્ભય બનીને ગૌરવપૂર્વક મરવા ચાહત હોય તો એવું કર્યા વગર નહિ ચાલે.
(૧૦) જેણે પિતાના સાચા સ્વરૂપનું અથવા આત્માનું એક વાર દર્શન કર્યું છે તે ફરી વાર બીજાને કદી પણ નહિ ધિક્કારે. ધિક્કાર કરતાં વધારે મેટું બીજું કોઈ પાપ નથી, જેને પરિણામે લોહીના છોટા ઉડાડવાનું અનિવાર્ય બને છે તે જમીનના વારસાથી ખરાબ બીજે કેઈ શક નથી, અને જે કરે છે તે ભેગવે છે એના કરતાં વધારે ચેકસ બીજું કઈ પરિણામ નથી. ઈશ્વરની દૃષ્ટિથી કેાઈ દૂર નથી રહી શકતું. એ ઈશ્વર માણસનાં ભયંકર કર્મોના અદષ્ટ
ભા. આ. ૨. ખે. ૩૧
Page #469
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમા
શાંત સાક્ષી બનીને બેસી રહે છે. એમની આજુબાજુ દુઃખમાં ડૂબેલી દુનિયા વિલાપ કરે છે, તો પણ સનાતન શાંતિ સૌની પ્રતીક્ષા કરતી તદ્દન નજીકમાં જ પડી રહી છે. શેકથી સંતપ્ત થયેલા ને શંકાઓથી છિન્નવિછિન્ન બનેલા કંટાળેલા માણસે જીવનના અંધારા પથ પરથી ઠોકર ખાતાં ને ફાંફાં મારતાં આગળ વધે છે; તોપણ એમની આગળ પરમ પ્રકાશ પથરાયેલું છે. માણસ જ્યારે બીજા માણસના મુખને દિવસના સામાન્ય પ્રકાશની મદદથી જ નહિ જુએ પરંતુ એમની અંદર રહેલી દેવી શક્યતાઓને વિચાર કરીને જોવા માંડશે, અને એમના હૃદયમાં માણસે જેને ઈશ્વર તરીકે ઓળખે છે તે પરમતત્ત્વને વાસ છે એમ માનીને જરૂરી પૂજ્યભાવથી જોવાની કળા શીખશે, ત્યારે દુનિયામાંથી ધિક્કારને અંત આવશે.
(૧૧) કુદરતમાં જે જે ખરેખર ભવ્ય છે અને કળાઓમાં જે પ્રેરક તથા સુંદર છે તે માણસને એના પિતાના સ્વરૂપનું સ્મરણ કરાવે છે. ધર્માચાર્યને જ્યાં સફળતા નથી મળી ત્યાં પ્રકાશપ્રાપ્ત કળાકાર સફળ થાય છે. એ એના ભુલાયેલા સંદેશને પકડી લે છે અને નિરાશ મનુષ્યને માટે આત્માની પ્રેરણાઓને વહેતી કરે છે. જ્યારે જ્યારે સંસાર પ્રત્યે કંટાળો આવે ત્યારે શાશ્વત જીવનને આનંદ આપનાર સૌન્દર્યના ઉપભોગની વિરલ ક્ષણોને યાદ કરીને માણસે પોતાની અંદરના આત્માના દેવમંદિરને શોધી કાઢવું જોઈએ. એ મંદિરમાં એણે થોડી શાંતિ, શક્તિના આવેગ અને ઝાંખા પ્રકાશની પ્રાપ્તિ માટે વિહરવું જોઈએ, અને શ્રદ્ધા રાખવી જોઈએ કે જે ક્ષણે પિતાના સાચા સ્વરૂપને સંસ્પર્શ થશે તે જ ક્ષણે એને અનંત આધાર તથા સંપૂર્ણ વળતર મળી રહેશે. વિદ્વાને વિદ્યામંદિરની દીવાલ આગળ ખડકેલાં આધુનિક પુસ્તક અને પ્રાચીન હસ્તપ્રતોના ઢગલાઓમાં છછુંદરોની પેઠે ફર્યા કરે તોપણુ, “મનુષ્યને આત્મા. અલૌકિક છે” એથી વધારે ઊંડા રહસ્યને હસ્તગત નહિ કરી શકે, તથા એ સર્વોત્તમ સત્ય કરતાં વધારે ઊંચા સત્યને સાક્ષાત્કાર પણ એમને નહિ થાય. મનુષ્યની લૌકિક આશા તૃષ્ણાઓ વખતના વીતવા
Page #470
--------------------------------------------------------------------------
________________
ભુલાયેલા સત્યની ઝાંખીઓ
૪૮૭
સાથે મંદ પડતી જશે, અને અમર જીવનની, પૂર્ણ પ્રેમની તેમ જ શાશ્વત ચોક્કસ સુખની આશા આખરે થોડીઘણી પણ પૂરી થશે. કારણકે એવા અટળ અવસ્થંભાવી ભાગ્ય તરફ પયગંબરોએ સંકેત કરેલ છે. મહાપુરુષોએ માનવના ભવિષ્ય વિશે એવા ઉગારે પ્રકટ કર્યા છે.
(૧૨) દુનિયા એના સર્વોત્તમ વિચારો માટે પ્રાચીન પયગંબરે તરફ મીટ માંડે છે અને એના સુંદર નીતિશાસ્ત્રને માટે વીતી ગયેલા યુગોની ખુશામત કરે છે. પરંતુ માણસ જ્યારે પિતાના અલૌકિક આત્માનો સાક્ષાત્કાર કરે છે, અથવા પિતાના સુંદર સ્વરૂપને ઓળખી લે છે ત્યારે આનંદમાં ડૂબી જાય છે. વિચાર અને લાગણીમાં જે કાંઈ એગ્ય હોય છે તે બધું જ એની આગળ વગર માગ્યે હાજર થાય છે. એના મનમંદિરની શાંતિમાં એમની પ્રજાને એના અલૌકિક ઉદ્દભવસ્થાનનું સ્મરણ કરાવનાર હિબ્રૂ અને આરામ ઋષિઓને દેખાતાં તેવાં પવિત્ર દર્શને દેખાયા કરે છે. આત્માના એ જ અરુણોદયને પરિણામે બુદ્ધ નિર્વાણ શું છે તે સમજી શક્યા તથા મનુષ્યોને સમજાવી શક્યા. અને એ સમજણને પરિણામે જે સર્વદેશીય પ્રેમ પેદા થાય છે એથી પ્રેરાઈને મેરી મેગડાલીન એના બરબાદ કરેલા જીવનને યાદ કરીને ઈશુનાં ચરણોમાં આક્રંદ કરી ઊઠી હતી.
(૧૩) વખતના વીતવા સાથે આ પ્રાચીન સત્યને આપણું જાતિ એના આરંભકાળથી જ ભૂલી ગઈ છે તો પણ, એમની ભવ્યતાને કદી પણ સર્વનાશ નહિ થાય કે એને કબરમાં દાટી નહિ શકાય. એવી કોઈ પણ પ્રજા અત્યાર સુધી નથી થઈ જેને માનવમાત્રને માટે ખુલ્લા ઉત્તમ આત્મિક જીવનને સંદેશ ન મળ્યો હોય. એ સંદેશને સ્વીકારવા માટે જે તૈયાર હોય તે એ સત્યોને પોતાની બુદ્ધિની મદદથી સમજી લે અને આખરે પોતાના વિચારોમાં કઈક ઉપગ્રહમાંના તારાઓની પેઠે ટમકતા કરે એટલું જ પૂરતું નથી. એમને એણે અંતરમાં ઉતારવાં જોઈશે અને એમનામાંથી પ્રેરણું
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૮૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
મેળવીને વધારે ઉત્તમ અને દિવ્ય કર્મો તરફ વળવું રહેશે. એટલે કે એમને આચારમાં અનુવાદ કરવો પડશે.
કેઈક પ્રતીકાર ન કરી શકાય એવી શક્તિએ બળજબરી કરીને મને આ દુન્યવી પ્રદેશમાં પાછે આ . મંદ ગતિથી કમેક્રમે જાગૃતિ આવતાં મને મારી આજુબાજુના વાતાવરણનું ભાન થયું. મેં જોયું કે હું હજુ મહર્ષિના હેલમાં જ બેઠે છું. અને એ હાલ લગભગ ખાલી છેઆરી દૃષ્ટિ આશ્રમના ઘડિયાળ પર પડી અને મેં જાણ્યું કે આશ્રમવાસીઓ સાંજના ભોજન માટે ભેજનખંડમાં ગયા હોવા જોઈએ. એટલામાં તો મારી ડાબી બાજુએ કેઈક છે એવો મને ભાસ થ. એ પેલા પંચોતેર વરસના નિવૃત્ત સ્ટેશનમાસ્તર હતા. મારા પર મમતાભરી દષ્ટિ ઢાળીને એ જમીન પર મારી તદ્દન પાસે જ બેઠા હતા.
તમે લગભગ બે કલાક લગી ભાવાવેશ અથવા સમાધિમાં હતા.” એમણે મને કહી બતાવ્યું. એ મારા સુખમાં સહભાગી થતા હોય તેમ, એમના કરચલીવાળા અને પુરાણી ચિંતાઓની છાયાથી ભરેલા ચહેરા પર સ્મિત ફરી વળ્યું, ' કશોક પ્રત્યુત્તર આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે મને જણાયું કે મારી બોલવાની શકિત જતી રહી છે. પંદરેક મિનિટ પછી એ શકિત પાછી મળી. એ દરમિયાન પેલા વૃદ્ધ પુરુષે પોતાની વાતના અનુસંધાનમાં આગળ કહ્યું:
મહર્ષિ બધાય વખત દરમિયાન તમારું બારીકાઈથી નિરીક્ષણ કરી રહેલા. હું માનું છું કે એમના વિચારીએ તમને દરવણ આપી.”
મહર્ષિ હોલમાં પાછા આવ્યા ત્યારે રાતની છેવટની વિદાય પહેલાંના થોડા વખત માટે એમની પાછળ આવનારા પિત પિતાની જગા પર બેસી ગયા. મહર્ષિએ કેચ પર બેસીને પલાંઠી વાળી, અને જમણી સાથળ પર કેણી મૂકીને પોતાને હાથે હડપચી નીચે ટેકવી રાખે, તથા ગાલ પર બે આંગળીએ રાખી. અમારી
Page #472
--------------------------------------------------------------------------
________________
ભુલાયેલા સત્યની ઝાંખીએ
આંખ વચ્ચેના અવકાશને ભેદીને એક થઈ, અને એ મારી તરફ આતુરતાપૂર્વક જોઈ રહ્યા.
રાજ રાતના નિયમ પ્રમાણે નાકરે હૅાલના દીવાની વાટ નાની કરી ત્યારે મહર્ષિની શીતળ આંખમાં ફરી એક વાર અદ્ભુત પ્રકાશ જોઈને હું સ્તબ્ધ બની ગયા. અ અંધકારમાં ટમકતા ખે તારકા પેઠે એ પ્રકાશી ઊઠી. મને એ વખતે યાદ આવ્યુ` કે ભારતના ઋષિઓના આ છેલ્લા વંશજ જેવા મહાપુરુષની આંખ જેવી લાક્ષણિક આંખ મેં બીજે કાંય પણ નથી જોઈ. માનવની આંખમાં દ્દિવ્ય શક્તિનું જેટલુ પણ પ્રતિબિંબ પડી શકે તેટલું પ્રતિબિંબ મહર્ષિની આંખમાં ખરેખર પડતું હતું.
એ અચળ આંખનુ` મેં નિરીક્ષણ કરવા માંડયું ત્યારે અત્યંત સુવાસિત ધૂપના કોમળ ગેાટા ઉપર ચડવા લાગ્યા. એવી અદ્ભુત રીતે ચાળીસ મિનિટ પસાર થઈ ગઈ, પરંતુ તે દરમિયાન અમારા બંનેમાંથી કાઈએ કોઈને કશું ના કહ્યું. શબ્દોની આવશ્યકતા હતી જ કાં ? અમે હવે એમના સિવાય પણ એકમેકને વધારે સારી રીતે સમજતા હતા, કારણકે એ ઊંડી શાંતિમાં અમારાં મન સરસ સંવાદ સાધવા લાગ્યાં, અને આંખથી કરાતા એ વિચારસંક્રમણુદ્વારા મને વણુખાલાયેલા સાફ સ ંદેશ મળવા માંડયો. મહિના જીવનને માટેના દૃષ્ટિબિંદુની આશ્ચર્યકારક અને અવિસ્મરણીય ઝલક હવે મને પ્રાપ્ત થઈ હેાવાથી, મારું પેાતાનું આંતરિક જીવન એમના જીવન સાથે એકાકાર થવા લાગ્યું.
૪૮૯
X
×
X
એ પછીના બીજા બે દિવસ દરમિયાન હુ તાવની સામે ઝઝૂમ્યા અને એને મટાડવામાં સફળ થયા.
પેલા વૃદ્ધ પુરુષ ખપેાર પછી મારે તારે આવી પહોંચ્યા. • અમારી સાથેના તમારો નિવાસ હવે પૂરા થતા જાય છે.’ એમણે સખેદ કહેવા માંડયું: ‘ પરંતુ એક દિવસ તમે અમારી પાસે જરૂર પાછા ફરશેા ? ’
×
Page #473
--------------------------------------------------------------------------
________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
જરૂર પાછા ફરીશ !” મેં વિશ્વાસપૂર્વક ઉદ્ગાર કાઢયા.
એ મારી પાસેથી વિદાય થયા ત્યારે બારણું આગળ ઊભા. રહીને મેં એ પ્રદેશના લેકે જેને પવિત્ર લાલ પર્વત અથવા અરુણાચલના નામથી ઓળખે છે તેના તરફ જોવા માંડયું. એ પર્વત મારા આખાય અસ્તિત્વની રસમય પાર્શ્વભૂમિ બની રહ્યો હતે. ખાતાં, ચાલતાં, વાત કરતાં, કે ધ્યાન ધરતાં અથવા બીજું કઈ પણ કામ કરતાં, મારી આંખ ઊંચી કરતો કે તરત જ ખુલી જગામાં રહ્યું રહ્યું કે મકાનની બારીમાંથી એને અનેરે, સપાટ શિખરવાળ, આકાર મને દેખાયા કરતો. એ સ્થળમાં એનાથી છુટકારો મેળવવાનું શક્ય નહોતું, એ તો સાચું જ, પરંતુ એણે લગાડેલી વિચિત્ર મોહિનીમાંથી છૂટવાનું તો એથીય વધારે અશકર્યું હતું. એ અભુત, એકાંત પર્વતશિખરે મને મુગ્ધ કર્યો છે એ વિચારતાં મને નવાઈ લાગવા માંડી. ત્યાંના લેકોમાં એવી પરંપરાગત કથા પ્રચલિત હતી કે અરુણાચલ પર્વત તદ્દન પિલો છે અને એની અંદરના ભાગમાં સામાન્ય લેકેની દૃષ્ટિથી ન જોઈ શકાય એવા કેટલાક લોકોત્તર મહાપુરુષો વાસ કરે છે, પરંતુ એ આખીય વાતને મેં છોકરવાદી દંતકથાની જેમ ઉવેખી કાઢેલી. અને એ છતાં એ એકાંત પર્વતમાળાએ, મેં એના કરતાં અનેકગણી વધારે આકર્ષક પર્વતમાળાઓ જોઈ હોવા છતાં, મને પિતાના પ્રબળ પ્રેમબંધનમાં બાંધી દીધા. કુદરતને એ ખડબચડો ભૂમિભાગ લાલ ઈટોના સમૂહ જેવી શિલાએના અવ્યવસ્થિત ભંડારથી ભરપૂર હતો અને સૂર્યના પ્રકાશમાં ઝાંખા અગ્નિની પેઠે પ્રકાશ્યા કરતો. એના પ્રખર વ્યકિતત્વને પ્રત્યક્ષ અને જોરદાર પ્રભાવ પડ્યા વિના રહે તે નહોતો.
સાંજ પડતાં મેં મહર્ષિ સિવાય બીજા બધાની વિદાય લઈ લીધી. મને શાંતિ તથા સંતોષને અનુભવ થવા લાગ્યો. કારણકે આત્મિક નિશ્ચિતતા માટેના મારા યુદ્ધમાં મેં વિજય મેળવેલ. અને એ વિજય અંધવિશ્વાસના વમળમાં ફસાયા વિના તથા મારા માનીતા બુદ્ધિવાદને ભેગ આપ્યા વિના મેળવેલે. છતાં, ડાક વખત પછી
Page #474
--------------------------------------------------------------------------
_